Navajivano Akshardeh November–17

Page 1

વર્ષૹ ૦૫ અંકૹ ૧૧ સળંગ અંકૹ ૫૫ • નવેમ્બર ૨૦૧૭

છૂટક કિંમત ઃ _ 15

સાચી લોકશાહી અને ગાંધીજી


વર્ષૹ ૦૫ અંકૹ ૧૧ સળંગ અંકૹ ૫૫ • નવેમ્બર ૨૦૧૭ છૂ ટક કિંમત ઃ _ 15

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

૧. લોકશાહીનો સાર . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી. . . ૩૯૧ ૨. પુસ્તક-પરિચયૹ લોકશાહી–સાચી અને ભ્રામક. . . . . . . . . . . . . . . . સં. . . ૩૯૫

કિરણ કાપુરે

૩. રાજ્ય, નાગરિકો અને કરવેરા. . . . . . . . . . . . . . એન. એ. પાલખીવાળા. . . ૩૯૬

પરામર્શક

૪. ઇટાલીના ગાંધી: દાનીલો દોલ્ચી. . . . . . . . . . . . . . . . નારાયણ દેસાઈ. . . ૪૦૩

કપિલ રાવલ સાજસજ્જા

૫. બેજવાબદાર અને નિષ્ઠુ ર રાજસત્તા. . . . . . . .સરદાર વલ્લભભાઈ પટેલ. . . ૪૧૦

અપૂર્વ આશર

૬. મુક્તિ અને ઉત્કર્ષ. . . . . . . . . . લીઓ ટૉલ્સ્ટૉય, (અનુ. ચિત્તરં જન વોરા). . . ૪૧૨

ભાષાશુદ્ધિ

૭. ઈંડા જ ેવડો દાણો!. . . . . . . . . . . . . . . . . . . . . . . . . લીઓ ટૉલ્સ્ટૉય. . . ૪૧૬

અશોક પંડ્યા

૮. વર્તમાન ક્ષણ . . . . . . . . . . . . . . . . . . . . . . ડૉ. રમેશ આઈ. કાપડિયા. . . ૪૧૯

આવરણ ૧ લોકશાહી અંગે ગાંધીજી

૯. ગાંધીજીની દિનવારીઃ ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૪૨૧

[હરિજનબંધુ, ૧૫-૦૮-૧૯૩૭, ૨૧-૦૫-૧૯૩૯, ૨૮-૦૫-૧૯૩૯, ૧૮-૦૧-૧૯૪૮]

 ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને. . . . . . . . . . . . . . .. . .૪૨૨

આવરણ ૪ સનાતન દ્વંદ્વયુદ્ધ [નવજીવન, ૨૩-૧૨-૧૯૨૮] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (6–17)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 6 એ જૂ ન મહિનો અને 17 એ 2017નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૩૯૦


લોકશાહીનો સાર મો. ક. ગાંધી ગત અંકમાં આપણે અમે ભારતના લોકો પુસ્તકમાં નાની પાલખીવાળાએ આપેલો સાચી લોકશાહીનો ચિતાર જાણ્યો. પુસ્તકની પ્રસ્તાવનામાં વાડીલાલ ડગલીએ જ ેમને ‘ગાંધીવિચારનું મોણ આત્મસાત કરનાર’ તરીકે ઓળખાવ્યા છે, તે નાની પાલખીવાળાએ ભારતમાં લોકશાહીનું ભાવિ અને લોકશાહીની સમસ્યાઓ વિશે જ ે વિચાર વ્યક્ત કર્યાં છે, તે આપણને અત્યારે અમીર-ગરીબ, મજૂ રો-ઉદ્યોગપતિઓ, પ્રજા-શાસકના ભેદભાવોની પહોળી થતી જતી ખાઈ બતાવે છે, અને ખરા નાગરિક તરીકે હવે જાગોનો શંખનાદ કરે છે. રાજ્યમાં અત્યારે જ્યારે નાગરિકો સમક્ષ પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો ફરી અવસર આવ્યો છે, ત્યારે કેવું રાજતંત્ર હોય, કેવી લોકશાહી હોય તેની વાત આ અંકમાં જરા વધુ આગળ ધપાવી છે. ગાંધીજીના વિચારો પુસ્તકમાં રજૂ કરે લા લોકશાહી અંગેના આ વિચારો આપણી ભાવિ પેઢીને ખરી લોકશાહી કેવી રીતે જીવંત રાખી શકાય છે, તેનાં દિશાસૂચન સમાન છે. …

પ્રજાતંત્ર એટલે ખરું જોતાં આખી પ્રજાના કલ્યાણને માટે પ્રજાના જુ દા જુ દા તમામ વર્ગોની શારીરિક, આર્થિક અને આત્મિક શક્તિઓને એકત્ર કરી કામે લગાડવાની કળા. શિસ્ત

જ ેમ સ્વતંત્રતા વધારે તેમ શિસ્ત અને નમ્રતા વધારે હોવાં જોઈએ. શિસ્ત અને નમ્રતામાંથી ઉદ્ભવતી સ્વતંત્રતાની ના પાડી શકાતી નથી. બેલગામ સ્વેચ્છાચાર એ તો અસંસ્કારિતાનું લક્ષણ છે તે પોતાની જાતને તેમ જ પોતાના પાડોશીઓને બંનેને નુકસાન કરે છે.

નિયમનમાં રહે નારી અને જ્ઞાનવાન એવી લોકશાહી એ જગતમાં સુંદરમાં સુંદર વસ્તુ છે. પૂર્વગ્રહવાળી, અજ્ઞાની અને વહે મી નોકરશાહી અંધાધૂંધીમાં ઊતરશે અને કદાચ પોતાના હાથે પોતાનો નાશ કરશે.

વ્ય�ક્તની જવાબદારી

સાચી લોકશાહીમાં દરે ક સ્ત્રી અને પુરુષને સ્વતંત્રપણે જાતે વિચાર કરવાનું શીખવાય છે. દયાની ભાવના કેળવવાને જ ેમ પંડથી શરૂઆત કરવી જોઈએ, તેમ આને માટે પણ ઘર આગળથી શરૂઆત કરવી, એ સિવાય આ ક્રાંતિ કરવાને માટે બીજો રસ્તો મને દેખાતો નથી. લોકશાહીમાં વ્યક્તિની ઇચ્છાનું નિયમન સમાજની ઇચ્છાથી થાય છે, વ્યક્તિની ઇચ્છા પર સમાજની ઇચ્છાની મર્યાદા મૂકવામાં આવે છે. એ नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]

સમાજની ઇચ્છા અથવા સંકલ્પનો અમલ રાજ્ય કરે છે કેમ કે રાજ્યનો વહીવટ પ્રજા જ પોતાના હિતને ખાતર કરે છે. દરે ક વ્યક્તિ કાયદાનો અમલ પોતે કરવા મંડી જાય તો પછી રાજ્યસંસ્થા જ ેવું કંઈ રહે તું નથી; એ અંધેર કહે વાય એટલે કે એમાં સમાજના કાયદાનો અથવા રાજ્યનો અભાવ હોય. એ રસ્તો સ્વતંત્રતાના વિનાશનો છે. તેથી આપણે સૌએ આપણા ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ અને ન્યાય મેળવવાનું રાજ્યને હસ્તક છોડી દેવું જોઈએ. 391


કસોટી

કોઈ પણ માણસ, બીજા કોઈના જાનમાલને હાનિ ન પહોંચે એ રીતે, પોતાની મરજી મુજબ વર્તી શકે તેમાં જ લોકશાહીની કસોટી છે. ગુંડાશાહીની મદદથી જનતાની નીતિનું રક્ષણ કરવું અશક્ય છે. ગરીબમાં ગરીબ માણસોની સાથે તાદાત્મ્ય સાધનાર અને તેમના કરતાં લગારે સારી રીતે ન રહે વાની તીવ્ર ઇચ્છા ધરાવનાર તથા તેની સાથે સાથે એ સ્તરે પહોંચવા માટે જાગૃતિપૂર્વક પ્રયત્ન કરનારને જો એવો દાવો કરવાનો હક હોય તો હં ુ એ દાવો કરું છુ .ં પ્રજાતંત્રવાદી જન્મથી જ શિસ્તવાદી હોય. માનવી અગર દૈવી એવા તમામ કાયદાઓને જ ે સ્વેચ્છાએ પાળનારો છે, તેને જ પ્રજાતંત્ર સદે છે… જ ેમને પ્રજાતંત્રની સેવાની મહત્ત્વાકાંક્ષા છે તેઓએ પ્રથમ પ્રજાતંત્રની દૃષ્ટિએ બધું વિચારવું જોઈએ, બધાં સ્વપ્નાં ઘડવાં જોઈએ. ત્યારે જ સવિનયભંગનો તે અધિકારી બને છે.

કોઈ પોતાની માન્યતાઓ છોડે કે પોતાની જાતને દબાવે એમ હં ુ નથી માગતો. નરવો પ્રામાણિક મતભેદ આપણા કાર્યને હાનિ કરે એમ પણ નથી માનતો. પણ તકસાધુપણું, પ્રવંચના અથવા તો થાગડથીગડ સમાધાની જરૂર હાનિ કરશે. જો તમારે જુ દા પડ્યે જ છૂટકો હોય તો તમારા મતભેદ, તમારી હાડોહાડની માન્યતાઓના નિદર્શક છે, માત્ર પોતાના પક્ષની પ્રતિષ્ઠા વધારવા ખાતર યોજ ેલું સગવડિયા બુમરાણ નથી એ વાતની પૂરી ખાતરી અને કાળજી તમને હોવી જોઈએ. આંગળીએ વળગાડીને લોકોને કાયમ ચલાવ્યા કરવાથી લોકશાહી પાંગળી બની જશે. બલકે તૂટી જશે. એ રાજપદ્ધતિ ઇતબાર પર જ નભી શકશે. પૂંજીપતિઓ પોતાની મૂડી વધારવા શ્રમિકોનું શોષણ કરે છે. કરોડો લોકોના શ્રમનો સરવાળો કરીએ અને બુદ્ધિથી કામ લઈએ તો તેનાથી કરોડોની સંપત્તિમાં આપોઆપ વધારો કરી શકાય છે. એ જ સાચું લોકતંત્ર છે, સાચું પંચાયતી રાજ છે.

લોકશાહીમાં પ્રતિનિધિત્વ

ઘણા પ્રતિનિધિઓથી વધારે સારું કાર્ય થાય અથવા પ્રજાતત્ત્વ વધારે સચવાય એ કલ્પના હં ુ છેક ભૂલભરે લી માનું છુ .ં પંદરસો પ્રતિનિધિઓ જો ઉદાર મનના, પ્રજાહકરક્ષક ને પ્રમાણિક હોય તો છ હજાર આપખુદ પ્રતિનિધિઓ કરતાં પ્રજાતત્ત્વની વધારે સારી રક્ષા કરે . પ્રજાતત્ત્વ સાચવવાને સારુ પ્રજામાં સ્વતંત્રતાની, સ્વમાનની અને ઐક્યની ભાવના અને સારા ને સાચા જ પ્રતિનિધિઓને પસંદ કરવાનો આગ્રહ હોવો જોઈએ. થોડા માણસો પોતે જ ેનું પ્રતિનિધિત્વ કરતા હોય તેમની ભાવના, આશા અને આકાંક્ષાઓનું 392

પ્રતિબિંબ પાડતા હોય એ સાચી લોકશાહી સાથે અસંગત નથી. મારું એવું માનવું છે કે બળજબરીની પદ્ધતિથી લોકશાહી વિકસાવી નહીં શકાય. લોકશાહીની ભાવના બહારથી લાદી ન શકાય. એ તો અંદરથી ઊગવી જોઈએ. પ્રજાસત્તાનો અર્થ જ એ છે કે તેની હે ઠળ દરે ક વ્યક્તિ જ ે જુ દી જુ દી કોમો, વર્ગો અને હિતોની પ્રજા બનેલી હોય તે તમામનું પ્રતિનિધિત્વ રજૂ કરતી હોય. ભલે ખાસ હિતોના ખાસ પ્રતિનિધિત્વને એ ન નકારે પણ એવું પ્રતિનિધિત્વ એ એની કસણી નથી, એની અપૂર્ણતાનું જ લક્ષણ છે. [ નવેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


હિં દુસ્તાનની સાચી લોકશાહીમાં રાજવહીવટનો એકમ અથવા ઘટક ગામ હશે. …સાચી લોકશાહી કેન્દ્રમાં બેઠ ે બેઠ ે રાજવહીવટ ચલાવનારા વીસ માણસો નથી ચલાવી શકતા, તે ઠેઠ નીચેથી હરે ક ગામના લોકોએ ચલાવવી રહે શે. જનતા એકાદ વાત માને અને તેનો અમલ

કરાવવા ઇચ્છે તો તેમાં ડરીને ચાલવાની કશી જરૂર રહે તી નથી. જનતાના પ્રતિનિધિઓએ જનતાની વાત બરાબર રજૂ કરવી જોઈએ. જ ેથી તેનો બરાબર અમલ કરવાનું બની શકે. જનતાના માનસિક અથવા હૃદયના સહકારથી મોટી મોટી લડાઈઓમાં જીતવાનું આજ પહે લાં બની શક્યું છે.

લોકો

લોકોનો અવાજ એટલે પરમેશ્વરનો અવાજ ગણાવો જોઈએ. તેથી જ આપણે કહીએ છીએ કે, પંચ એટલે પરમેશ્વર. પણ જ્યાં પંચ જ બીજા લોકોને ખાઈ જાય, ત્યાં પરમેશ્વરનો અવાજ છે, એમ કેમ કહી શકાય? …પંચનો અવાજ જ્યાં પરમેશ્વરના અવાજ તુલ્ય હોય, ત્યાં પંચ બીજાને ભોગે જીવવાની ના પાડે. તેના ત્રાજવામાં એક તરફ સત્ય અને એક તરફ અહિં સા હોય. એટલે તે હં મેશ સમતોલ જ રહે . મેં સેંકડો વાર કહ્યું છે કે રાજસત્તા આપણા હાથમાં આવવાની જરૂર નથી. જ ેને આપણે સત્તાધિકારી બનાવીએ તેઓને સાવધાન રાખવા જોઈએ. લોકનાયક તો આંગળીના વેઢા ઉપર ગણી શકાય તેટલા જ હશે, પણ લોકો પોતાની શક્તિ અને પોતાનો ધર્મ સમજી લે અને તે પ્રમાણે વર્તે તો બધું એની મેળે કુ શળ થઈ શકે એમ છે.

સરકારની કોઈ ભૂલ થઈ હોય તો તે તરફ તેનું ધ્યાન ખેંચવાની લોકશાહી રાજ્યપદ્ધતિમાં પ્રજાની ફરજ છે અને એવી રીતે એક વાર સરકારનું તેની ભૂલ તરફ ધ્યાન દોરીને પ્રજાએ સંતોષ માનવો જોઈએ. પ્રજાની મરજી હોય તો સરકારને રુખસદ આપવાનો તેને અખત્યાર છે. પણ તેની સામે નકામી ચળવળ ઉપાડી તેના કામમાં પ્રજા બાધા ન કરે . જોરાવર લશ્કર અને તેવા જ જોરાવર નૌકાદળના જોર પર આધાર રાખનારી આપણી સરકાર પરદેશી નથી. આપણી સરકારને તાકાત અને આધાર પ્રજા પાસેથી જ મેળવવાનાં રહે છે. લોકશાહીમાં પ્રજાની ઇચ્છાને માન મળવું જોઈએ. … જ્યારે સ્વાર્થી અને અવિશ્વસનીય લોકોની બહુમતી હોય તો એવી દશામાં પંચાયત રાજ કેવી રીતે સ્થપાય ને કાયમ થાય?

બહુ મતી અને લઘુમતી

અંતરઆત્માની બાબતોમાં બહુમતીના કાયદાને કોઈ સ્થાન હોતું નથી. આદેશ મુજબ ચાલવાના સિદ્ધાંતને આપણે હાંસીપાત્ર નીવડે એટલી હદે ન લઈ જઈએ અને બહુમતીના ઠરાવોના ગુલામ ન બની જઈએ. તેમ કરવાથી પશુબળને તેના વધુ જીવલેણ સ્વરૂપમાં સજીવન કરવા જ ેવું થાય. લઘુમતીઓના नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]

અધિકારોનો આદર કરવો હોય તો બહુમતીએ તેમના અભિપ્રાય અને કાર્યને નભાવવાં જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ… લઘુમતીઓની વાત યોગ્ય રીતે સાંભળવામાં આવે અને કોઈ રીતે તેઓ અપમાનિત ન થાય તેની કાળજી રાખવાની ફરજ બહુમતીની છે. સ્વતંત્ર વિચાર વ્યક્ત કરવાનો અને સ્વતંત્ર કાર્ય 393


કરવાનો જ ે અધિકાર આપણે માગીએ છીએ તે અધિકાર આપણે બીજાને આપવો જોઈએ. બહુમતીનો અમલ જુ લમ કરનારો બને છે ત્યારે તે નોકરશાહીના લઘુમતી અમલ જ ેટલો જ અસહ્ય હોય છે. નરમાશભરી સમજાવટ અને દલીલ વડે આપણે લઘુમતીને આપણા વિચાર તરફ ધીરજપૂર્વક વાળવી જોઈએ. બહુમતીનો નિયમ અમુક હદ સુધી જ લાગુ પડે છે. નાની બાબતોમાં જ બહુમતીને આધીન

થવાય. બહુમતીના ગમે તેવા ઠરાવને વશ થવું એ તો ગુલામી જ કહે વાય. …લોકશાસન એટલે જ ેમાં લોકો ગાડરની માફક વરતે એવું રાજ્ય નહીં. લોકશાસનમાં વ્યક્તિગત વિચારની અને કાર્યની સ્વતંત્રતાનું સાવધાનીપૂર્વક રક્ષણ થવું જોઈએ. તેથી હં ુ માનું છુ ં કે… લઘુમતીને પોતાના મત પ્રમાણે વર્તવાનો પૂરો હક છે. બળવાન શ્રદ્ધા બહુમતીના નિયમ વડે નથી ઘડી શકાતી.

અસહિષ્ણુતા

ઉકેલી શકવાના જ નથી. આપણે હં મેશાં ત્રીજા પક્ષની એટલે પરરાજ્યની લવાદીને આધીન રહે વું પડશે. અસહિષ્ણુતા, અવિવેક, કઠોરતા એ બધું…સર્વ સભ્ય સમાજમાં ત્યાજ્ય મનાય છે, અને લોકશાસનની ભાવનાની વિરુદ્ધ તો ખસૂસ છે જ. બીજા પક્ષને જો આપણે સાંભળવા તૈયાર ન હોઈએ તો લોકશાહી વિકસી ન શકે. આપણા સામાવાળિયાને આપણે સાંભળવા ના પાડીએ કે સાંભળીને તેમની હાંસી કરીએ, તો બુદ્ધિનાં બારણાં આપણે બંધ કરીએ છીએ. અસહિષ્ણુતા જો આદત બની જાય, તો સત્ય ચૂકવાનું જોખમ આપણે વહોરીએ છીએ. આપણી સમજશક્તિ પર કુ દરતે મૂકેલી મર્યાદાઓમાં રહીને, આપણને બક્ષવામાં આવેલા જ્ઞાન પ્રમાણે નીડરતાથી વર્તતાં છતાં, આપણે હં મેશ ખુલ્લું મન રાખવું જોઈએ, અને જ ે આપણે સત્ય માનતા હતા તે આખરે અસત્ય નીવડે તો તે જોવા માટે સદા તત્પર હોવું જોઈએ. આવી ખુલ્લાદિલી આપણા સત્યને મજબૂત કરે છે અને એમાં જો કાંઈ ભેગ હોય તો તેને દૂર કરે છે.

આપણે લોકશાહીની સાચી ભાવના કેળવવા માગતા હોઈએ તો અસહિષ્ણુ બનવાનું આપણને પાલવી શકે નહીં. અસહિષ્ણુતા પોતાના ધ્યેય પરની શ્રદ્ધાનો અભાવ દર્શાવે છે. મેં ફરી ફરીને કહ્યું છે કે કોઈ પણ સંપ્રદાયને પોતાનો વિચાર જ સાચો છે એવો દાવો કરવાનો અધિકાર નથી. આપણે સૌ ભૂલને પાત્ર છીએ અને વારં વાર આપણે આપણા વિચાર બદલવા પડે છે. હિં દ જ ેવા વિશાળ દેશમાં દરે ક પ્રામાણિક સંપ્રદાય માટે અવકાશ હોવો જ જોઈએ. એટલે આપણી પોતા પ્રત્યે તેમ જ પારકા પ્રત્યે ઓછામાં ઓછી એટલી ફરજ તો છે કે આપણે વિરોધીનો વિચાર સમજી લેવો અને જો તે ન સ્વીકારી શકીએ તો તેને એટલું જ માન આપવું કે જ ેટલાની આપણે આપણા વિચાર માટે તેની પાસેથી આશા રાખીએ. આ મનઃસ્થિતિ નીરોગ પ્રજાજીવનની એક અગત્યની કસોટી છે, અને એમાં જ સ્વરાજની લાયકાત રહે લી છે. જો આપણામાં પ્રેમભાવ ન હોય અને સહિષ્ણુતા ન હોય તો આપણે આપણા મતભેદો કદી શાંતિથી 

394

[ નવેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


નાગરિકતાની સમજણ વિકસાવતી પુસ્તિકા : લોકશાહી–સાચી અને ભ્રામક

આપણા

દેશમાં જ્યારે જ્યારે લોકશાહી અંગે વાત થાય છે ત્યારે ‘સૌથી મોટી…’ એમ કહીને તેનું ગૌરવ લેવાય છે, પણ લોકશાહીનો આત્મા હવે કેટલો ટક્યો છે તે પરિપ્રેક્ષ્યમાં ભાગ્યે જ ચર્ચા થાય છે. આ બાબતમાં મૂળભૂત સિદ્ધાંતોથી આપણે એટલાં વિમુખ થઈ ચૂક્યા છીએ કે સત્તાધીશો કોઈ પણ વિચારધારાને પોતાના મતલબ મુજબના અર્થઘટન કરીને રજૂ આત કરે છે. આ ભેળસેળમાં એય ભુલાઈ જાય છે કે લોકશાહીનો મૂળભૂત વિચાર પાયાનાં એવાં તત્ત્વો સાથે છે જ ે મૂળભૂત રીતે નાગરિકમાત્રના હિત સાથે જોડાયેલો છે. અત્યારની રાજનીતિમાં નાગરિકહિતનો છેદ ઊડી ગયો છે, પણ ગાંધીજી તેને જ કેન્દ્રવર્તી અને સર્વોપરી રાખે છે, અને આ અંગે જ્યારે વાત કરે છે ત્યારે ‘સ્વરાજ’ શબ્દ વાપરે છે. સ્વરાજની તેમની વિભાવનામાં દરે ક વર્ગને સમાન અધિકાર છે. બેશક, અધિકારો આપતાં અગાઉ ફરજ તરફે ય ધ્યાન દોરવાનું તેઓ ચૂકતા નથી. પ્રથમ પ્રકરણના જ એક અવતરણથી સ્વરાજના આ ખ્યાલ અંગે સ્પષ્ટતા થાય છે, ‘પ્રજાનું સ્વરાજ એટલે પ્રત્યેક વ્યક્તિના સ્વરાજમાંથી ઉત્પન્ન થયેલું પ્રજાસત્તાક રાજ્ય’ પુસ્તકનું કલેવર તેમનાં આવાં અનેક અવતરણો, વક્તવ્યો-લેખનના ભાગ અને મુલાકાતોથી ઘડાયું છે. લોકશાહી અને સંલગ્ન મુદ્દાને સંકલિત કરીને લોકશાહી – સાચી અને ભ્રામક લેૹ ગાંધીજી સંકલન. આર. કે. પ્રભુ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર ત્રીજુ ં પુનર્મુદ્રણ ૹ 2012 ISBNૹ 978-81-7229-394-9 પેપરબેક સાઇઝૹ 5" x 7" પાનાંૹ 92 • ૱ 15

પુસ્તક પરિચય

પુસ્તિકા સ્વરૂપે મૂકવાનું કાર્ય ગાંધીસાહિત્યના અભ્યાસી આર. કે. પ્રભુએ કર્યું છે. ૯૨ પાનાંની આ પુસ્તિકા સ્વરાજ અને લોકશાહી અંગે લોકોને માત્ર અધિકાર આપવાની વાત નથી કરતી, બલકે તેમાં જરૂર પડ્યે પ્રતિકાર કરીને જનકલ્યાણ અર્થે સાચું શાસન સ્થાપવાની હિમાયત પણ કરાઈ છે. આ હિમાયત કરવામાં હડતાળો અને ઉપવાસ કરવાનું કહે તાં હોવા છતાં તેની મર્યાદા પણ તેઓ બતાવે છે અને સાચો સત્યાગ્રહી કેવી રીતે વર્તે તે અંગે પણ વાત કરવાનું ચૂકતા નથી. ‘લોકશાહીમાં હડતાળો’ પ્રકરણમાં લખે છે, ‘હડતાળ કૃ ત્રિમ ન હોય, ને સ્વાભાવિક રીતે, બળાત્કાર વિના હોય, તો ગુંડાગીરી કે લૂંટમાર ન જ થઈ શકે. આવી હડતાળમાં સહે જ ે હડતાળિયાઓ વચ્ચે સહયોગ હોય, શાંતિ હોય, બહારના દેખાવ ન હોય, ધાંધલ કે પોકાર ન હોય.’ આજ ે પડાતી હડતાળ અને આ હડતાળ વચ્ચે કેટલું બધું અંતર વર્તાય છે! પચીસ પ્રકરણની આ પુસ્તિકા વાંચતા વર્તમાન સ્થિતિમાં ગાંધીજીનો આદર્શ સાકાર થશે કે કેમ, તે પ્રશ્ન મનમાં થાય જ, પરં તુ તેમનો આશાવાદ તેનો જવાબ આપી દે છે. ‘આવતી કાલની દુનિયા અહિં સાના પાયા પર રચાયેલો સમાજ હશે-હોવો જોઈએ. એ પહે લો સિદ્ધાંત છે. તેમાંથી બીજાં બધાં વરદાન પ્રગટ થશે. ભલે એ દૂરનું ધ્યેય જણાય—અવ્યવહારુ આદર્શ લાગે. પણ તે અપ્રાપ્ય નથી જ; કારણ કે તેની પ્રાપ્તિ માટે આપણે અહીં ને આ ઘડીએ જ પ્રયાસ કરી શકીએ છીએ. એક વ્યક્તિ બીજા કોઈની રાહ જોયા વગર ભવિષ્યની આ જીવનપદ્ધતિ—અહિં સક માર્ગ— લઈ શકે. અને જો વ્યક્તિ લઈ શકે તો વ્યક્તિઓનો સમૂહ કેમ ન લઈ શકે?’ સં.

‘સાચી લોકશાહી કેન્દ્રમાં બેઠ ે બેઠ ે રાજવહીવટ ચલાવનારા વીસ માણસો નથી ચલાવી શકતા, તે ઠેઠ નીચેથી હરે ક ગામના લોકોએ ચલાવવી રહે શે.’ મો. ક. ગાંધી [ પુસ્તકમાંથી]

नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]

395


રાજ્ય, નાગરિકો અને કરવેરા1 એન. એ. પાલખીવાળા

૧૯૨૦ • ૨૦૦૨

ન્યાયી કરવેરા હં મેશથી ચર્ચાનો મુદ્દો રહ્યો છે, તેમ છતાં તેમાં ક્યારે ય દેશવાસીઓ માટે ખરા અર્થમાં આદર્શ સંતુલન નિર્માયું નથી. બીજા પક્ષે શાસક તરફથી નાગરિકોને એ વારં વાર ઠસાવવામાં આવે છે કે, નિયમિત કર ભરવો એ સાચા નાગરિકની ફરજ છે. કર અંગે જ્યારે જ્યારે ચર્ચા થાય છે; ત્યારે શાસક અને પ્રજાના પક્ષે મેળ બેસતો નથી. આ કિસ્સામાં જો કરવેરા અંગેની પાયાની હકીકત જાણવી હોય તો નાની પાલખીવાળાએ પાંચ દાયકા અગાઉ આપેલું વક્તવ્ય ઉપયોગી થાય એમ છે. વર્તમાનમાંય પ્રસ્તુત લાગતાં આ વક્તવ્યમાં પાલખીવાળાએ અઢળક સંદર્ભો સાથે યોગ્ય કર માળખા, પ્રજાલક્ષી કર અને કરની આવકને કેવી રીતે ખર્ચવી તે વિશે વિસ્તૃત ચર્ચા કરી છે.

પાણીની જ ેમ1કરવેરા પણ સૌથી નીચી સપાટીએ ઉપભોગ અને ઉપયોગને નિરુત્સાહિત કરવા. જવાનું વલણ ધરાવે છે. આ વાત સુવિદિત છે પણ બધી સુવિદિત વાતોની જ ેમ આ વાત પણ ઘણી વખત ભુલાઈ જાય છે. આખરે તો લગભગ બધા જ કરવેરા સામાન્ય માણસને માથે આવતા હોય છે. સીધા કરવેરાને લગતી વિચારધારા સમય સાથે બદલાઈ છે. કપડાંની જ ેમ આ વિષયમાં પણ ફૅ શન આવે છે અને જાય છે. સો વર્ષ પહે લાં જ ેને નાણાકીય શાણપણ લેખવામાં આવતું હતું એને આજ ે ટેકો મળતો નથી. ૧૮૪૬ની આસપાસ એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં આવકવેરા પર એક લેખ પ્રગટ થયેલો જ ેમાં એના વિદ્વાન લેખકે કહે લું કે આવકવેરો અવ્યવહારુ કર છે અને એ સફળતાથી લોકો પર લાદી શકાય નહીં. પણ અત્યારે આપણે આવકવેરાને જીવનની એક છટકી ન શકાય એવી નક્કર હકીકત તરીકે સ્વીકાર્યો છે. કરવેરા વિશેની વિચારસરણી મુખ્ય ત્રણ પાયા પર ઊભેલી છે—મહે સૂલ ઊભું કરવું, કેટલાંક આર્થિક અને સામાજિક પરિણામો નિપજાવવાં અને રાજ્ય જ ે વસ્તુઓને વાંધાજનક ગણે છે એના

1. મૂળ શીર્ષકૹ ‘કરવેરાની વિચારધારા’ હે ઠળનું પ્રકરણ ‘કરવેરામાં પ્રોત્સાહનો’ 396

લગભગ બધા જ કર પહે લી ભૂમિકા પૂરી કરે છે. સંપત્તિ અને ગરીબી વચ્ચેના તફાવતને ઓછા કરતા આવકવેરા, સંપત્તિવેરા કે અસ્કામતવેરા જ ેવા કર બીજી જરૂરિયાત સંતોષે છે. દારૂ, તમાકુ અને જુ ગાર પરના કર ત્રીજી જરૂરિયાત પૂરી પાડે છે. અહીં તમને નેપોલિયનનું પ્રખ્યાત વિધાન યાદ આવશે કે એને મન કુ ટવે ો સારા દેશપ્રેમી સમાન હતી; બ્રાન્ડી માટેના પ્રેમમાંથી એને વર્ષે પચાસ લાખ ફ્રાંક મળતા હતા; અને એ પૂછતો હતો કે કયો સદ્ગુણ જાહે ર તિજોરીમાં આટલા બધા પૈસા આપે છે? એમરસને આ વિચારને અનુમોદન આપેલું અને ઉમેરેલું કે કુ ટવે ોની પીઠ મોટી હોય છે અને તમાકુ લશ્કરનો બોજ ઉપાડી શકે છે. ઍડમ સ્મિથે અઢારમી સદીમાં એમના પુસ્તક ધ વેલ્થ ઑફ નૅશન્સ માં ધ્યાન ખેંચેલું કે કર નાખતી વખતે રાજ્યે ચાર મુખ્ય હે તુઓ ધ્યાનમાં રાખવા જોઈએ. પહે લું, ન્યાય. સમાજના વિવિધ વર્ગો વચ્ચે કરનો ભાર ન્યાયી અને યોગ્ય હોવો જોઈએ. બીજુ ,ં કર ભરનારાઓની સગવડ. કર એટલા ગૂંચવાડાભરે લા કે સમજવા મુશ્કેલ ન હોવા જોઈએ જ ેથી લોકોને બિનજરૂરી અગવડ અને મુશ્કેલી પડે. [ નવેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ભારતમાં કેન્દ્ર અને રાજ્યો આ હે તુને લક્ષમાં લેતાં નથી. ત્રીજુ ,ં કરકસર. સરકારે કરકસર કરવી જોઈએ અને રાષ્ટ્રના ભલા માટે જરૂરી હોય એટલા જ, ઓછામાં ઓછા કર નાખવા જોઈએ. લૉર્ડ મૅકૉલે ૧૮૩૪ અને ૧૮૩૮ વચ્ચે ભારતમાં હતા ત્યારે એમણે જ ે પ્રખ્યાત નોંધો લખેલી એમાં તેમણે આ જ વિચારને વાચા આપી છે. તેમણે કહ્યું છે કે બધા જ વેરા ખરાબ છે, છતાં કોઈ ખાસ વેરો યોગ્ય હોય તો એ પુરવાર કરવાની જવાબદારી સરકારને શિરે છે. ચોથું, ચોક્કસતા અને નિશ્ચિતતા. કર લાદતા કાયદાઓ એટલા સ્પષ્ટ અને ચોક્કસ શબ્દોમાં હોવા જોઈએ કે કર ભરનારાને સમજાય કે તેણે ચોક્કસ કેટલો બોજો ઉપાડવાનો છે. વર્તમાન સમયમાં કરવેરાના ગણાવાયેલા સિદ્ધાંતો છે—સામાજિક ન્યાય, આર્થિક લક્ષ્યો સાથેની સુસંગતતા, સરકારને પક્ષે વહીવટની અને પ્રજાને પક્ષે કર ભરવાની સરળતા, અને પૂરતું મહે સૂલ. કરવેરાનું સૌથી મહત્ત્વનું લક્ષ્ય, અલબત્ત, સામાજિક ન્યાય છે—ખાસ કરીને વિકાસશીલ દેશોમાં. આજ ે વિશ્વમાં સોએક જ ેટલા વિકાસશીલ દેશો છે અને ભારત એમાંનું એક છે. વિશ્વની વસ્તીનો બે-તૃતીયાંશ ભાગ આ દેશોમાં જોવા મળે છે. આ વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા સામાજિક ન્યાયના ધ્યેયને આર્થિક વિકાસ માટે નાણાકીય પ્રોત્સાહનો આપવાની જરૂર સાથે સાંકળવાની છે. આવકવેરો ત્રણ પ્રકારનો હોય છેૹ (૧) પ્રગતિશીલ કર, જ ેમાં વધુ આવક પર વધુ દરે કર લેવાય; (ર) સપ્રમાણ કર, જ ેમાં આવકની બધી જ કક્ષાએ દર એનો એ જ રહે ; અને (૩) પાછળ પડતી પદ્ધતિ, જ ેમાં વધુ આવક પર ઓછા દરે કર લેવાય. પ્રગતિશીલ કર એક હકીકત છે; સપ્રમાણ કર એક સિદ્ધાંત છે અને પાછળ પડતો नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]

કર બે પ્રકારના હોય છે —

આપણે આપણી જાત પર લાદીએ છીએ એ કર અને આપણે બીજા પર લાદીએ છીએ તે કર. આપણે આપણા પર જે કર નાખીએ છીએ એ

સામાન્ય રીતે બુદ્ધિની સીમામાં અને સારા અર્થમાં હોય છે. જ્યારે કાયદા ઘડનારાઓ આનંદપૂર્વક પોતાની મરજીથી બીજા પર કર નાખે છે ત્યારે આવી કોઈ મર્યાદા ખ્યાલમાં રહે તી નથી. માનવીની

આ નબળાઈ છે કે પોતાની અંગત મુશ્કેલીઓ જે �ષ્ટિથી તેઓ મૂલવે છે એ જ �ષ્ટિએ બીજાની મુશ્કેલીઓ તેઓ કદી જોઈ શકતા નથી.

કરમાત્ર એક સ્વપ્ન છે. સામાજિક ન્યાયના લોકશાહી ધ્યેયને આંબવાના એકમાત્ર રસ્તા તરીકે એફ. ડબ્લ્યૂ. ટૉસિગ અને ઈ. આર. એ. સૅલિગ્મન જ ેવા અર્થશાસ્ત્રના વર્તમાન વિચારકોએ પ્રગતિશીલ કરને ટેકો આપ્યો છે. આમ તો પ્રગતિશીલ કર વીસમી સદીનો વિચાર અને સ્વપ્ન ગણાય છે, પણ ૩,૦૦૦ વર્ષ પહે લાં આ સિદ્ધાંત મહાન ભારતીય ફિલસૂફ અને કાયદાપંડિત મનુએ આપેલો. એણે કહે લુંૹ “માત્ર રકમના પ્રમાણથી કરવેરાનો બોજો સમાન થતો નથી. વર્ષે સો રૂપિયાની આવક પર દસમો ભાગ કર ભરનારી વ્યક્તિ હજાર રૂપિયાની આવક પર એ જ પ્રમાણમાં કર ભરનારા કરતાં વધારે કર ભરે છે અને વર્ષે દસ હજાર રૂપિયાની આવક પર એટલા જ પ્રમાણમાં કર ભરનાર વ્યક્તિ કરતાં તો અનેકગણો વધુ કરબોજો ઉઠાવે છે.” ધ લૉ ઍન્ડ ધ પ્રૉફિટ નામના પુસ્તકમાં પાર્કિન્સન કહે છે કે કર બે પ્રકારના હોય છે—આપણે આપણી જાત પર લાદીએ છીએ એ કર અને આપણે બીજા પર લાદીએ છીએ તે કર. આપણે આપણા પર જ ે કર નાખીએ છીએ એ સામાન્ય રીતે બુદ્ધિની સીમામાં અને સારા અર્થમાં હોય છે. જ્યારે કાયદા ઘડનારાઓ 397


રાજ્યની આવક વધારવા માટે આવકવેરા વધારવા

જોઈએ એવો જૂ ની ઢબનો નાણાકીય સિદ્ધાંત ઘણા

વખત પહે લાં જ બોદો સાબિત થઈ ગયો છે. વર્ષોવર્ષ આમાં નિષ્ફળતા સાંપડતી હોવા છતાં ભારત આ સિદ્ધાંતને દયાજનક રીતે વળગી રહે

છે. ઘણાખરા પ્રગતિશીલ દેશો જે આધુનિક નાણાકીય નીતિને અનુસરે છે એમાં આવકવેરાના દર વધારીને નહી ં પણ આવકને વધવા દઈને તેમ

જ કરના પાયાને વિસ્તૃત બનાવીને મહે સૂલ વધારાય છે.

આનંદપૂર્વક પોતાની મરજીથી બીજા પર કર નાખે છે ત્યારે આવી કોઈ મર્યાદા ખ્યાલમાં રહે તી નથી. માનવીની આ નબળાઈ છે કે પોતાની અંગત મુશ્કેલીઓ જ ે દૃષ્ટિથી તેઓ મૂલવે છે એ જ દૃષ્ટિએ બીજાની મુશ્કેલીઓ તેઓ કદી જોઈ શકતા નથી. હાસ્યલેખકો કહે છે તે પ્રમાણે માનવીય સ્વભાવ એ માનવીય સ્વભાવ છે અને જ્યાં સુધી માનવીય સ્વભાવ માનવીય સ્વભાવ રહે શે ત્યાં સુધી માનવીય સ્વભાવ માનવીય સ્વભાવ જ રહે વાનો. ઇતિહાસની એક મોટી વક્રતા છે કે ૧૯૫૮માં કૅ મ્પ ડેવિડ ખાતે ક્રુશ્ચોવે પ્રમુખ આઇઝનહૉવર સાથેની બેઠકમાં કહ્યું કે અમેરિકનો કરતાં રશિયનો ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન પદ્ધતિનો ઘણો વધુ ઉપયોગ કરે છે અને અમેરિકાની કરવેરાની પદ્ધતિ ઉત્પાદકતાના વધારાને ગૂંગળાવી નાખે છે. એ વખતે અમેરિકામાં વ્યક્તિગત આવકવેરાના દર સૌથી ઓછી કરપાત્ર આવક પર વીસ ટકાથી માંડીને ચાર લાખ ડૉલર અને એથી વધુ આવક પર એકાણુ ટકા જ ેટલા હતા. કંપની પર કરના દર બાવન ટકા હતા. આ સામે સોવિયેટ રશિયામાં આવકવેરાનો સૌથી ઊંચો દર માત્ર તેર ટકા હતો 398

(અત્યારે આ દર એનાથી પણ નીચો છે) અને ૧૯૪૨થી ત્યાં વારસાવેરો છે જ નહીં. વધુ પડતા કરના ધાર્યાં કરતાં વિપરીત પરિણામ આવે એ સમજીને કેનેડીએ જાન્યુઆરી ૧૯૬૩માં કર-સુધારાનું એક હિં મતભરે લું પગલું સૂચવેલું અને આ ખરડો સંસદે એમના મૃત્યુ પછી પસાર કરે લો. સૌથી વધુ આવકવેરાના દરને ૧૯૬૪માં એકાણુ ટકાથી ઘટાડીને સિતોત્તેર ટકા જ ેટલો કરાયો અને ૧૯૬૫માં વળી પાછો સિત્તેર ટકા કરાયો. એ જ પ્રમાણે વીસ ટકાનો લઘુતમ દર ઘટાડીને ૧૯૬૪માં સત્તર ટકા કરાયો અને ૧૯૬૫માં સોળ ટકા. કંપની પરના વેરાને બાવન ટકાથી ઘટાડીને ૧૯૬૪માં પચાસ ટકા અને ૧૯૬૫માં અડતાળીસ ટકા કરાયો. ધાર્યા પ્રમાણે કરના આ ઘટાડાની રાષ્ટ્રીય અર્થતંત્ર પર ઝડપી અસર પડી અને અમેરિકન સરકારનું મહે સૂલ ઘણું વધ્યું. ૧૯૬૦ અને ૧૯૬૧માં કુ લ રાષ્ટ્રીય ઉત્પાદન ૧૯૫૪ના ભાવોએ આગલાં વર્ષો કરતાં અનુક્રમે ૨.૭ અને ૧.૭ ટકા વધેલું. બેકારીનો દર છ ટકા હતો. કરની કપાતો પછી આ સ્થગિત અર્થતંત્રે એની હરણફાળ સમી કૂ ચ શરૂ કરી. કરઘટાડાને કારણે અમેરિકામાં વ્યક્તિગત અને ધંધાકીય એકમોની આવક વર્ષે ચૌદસો કરોડ ડૉલર જ ેટલી વધી હોવાનો અંદાજ છે. કરવેરામાં કાપ મુકાવાથી સરકારી આવકમાં જ ે જબ્બર જુ વાળ આવ્યો એમાંથી વૉશિંગ્ટનમાં એક રમૂજી કિસ્સો પ્રચલિત થયો. કેઇન્સની પહે લાંના અર્થશાસ્ત્રમાં માનતી વ્યક્તિ એના સાથીને પૂછ ે છે કે અમેરિકાના પ્રમુખ નવા સામાજિક કાર્યકમો માટે પૈસા ક્યાંથી કાઢશે? એને જવાબ મળ્યોૹ “કેવી બાવા આદમના જમાનાની વાત કરો છો? કર-કાપમાંથી જ તો!” રાજ્યની આવક વધારવા માટે આવકવેરા વધારવા જોઈએ એવો જૂ ની ઢબનો નાણાકીય સિદ્ધાંત ઘણા વખત પહે લાં જ બોદો સાબિત થઈ [ નવેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગયો છે. વર્ષોવર્ષ આમાં નિષ્ફળતા સાંપડતી હોવા છતાં ભારત આ સિદ્ધાંતને દયાજનક રીતે વળગી રહે છે. ઘણાખરા પ્રગતિશીલ દેશો જ ે આધુનિક નાણાકીય નીતિને અનુસરે છે એમાં આવકવેરાના દર વધારીને નહીં પણ આવકને વધવા દઈને તેમ જ કરના પાયાને વિસ્તૃત બનાવીને મહે સૂલ વધારાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કરવેરામાંથી પ્રાપ્ત થતું મહે સૂલ સ્વયં ઉત્પાદક હોવું જોઈએ. પરાજય અને હોનારતના ઓળા નીચે ઊભેલાં અને જ ેમનાં અર્થતંત્ર ભાંગી ગયેલાં એવાં રાષ્ટ્રો આધુનિક નાણાકીય નીતિની શક્યતાઓ વિશે સજાગ બન્યાં છે અને આ નીતિનો લાભ ઉઠાવી શક્યાં છે. ભૂતકાળમાં ઇંગ્લૅન્ડ અને અમેરિકા જ ેવા દેશોએ કરવેરાનો ખડકલો કરે લો એની નીચે જૂ નું સત્ય દટાઈ ગયેલું. હવે આ સત્યને બહાર કાઢવામાં આવ્યું છે અને એ મહામૂલું હોવાનું જણાયું છે. મેકલિન અને આલ્કિયનના શબ્દોમાં કહીએ તો આ સત્ય એ છે કે પ્રોત્સાહનો જિંદગીની રમતનાં ઇનામો છે, વ્યક્તિઓ જ ેની શોધમાં છે એવાં ધ્યેય છે, લાલચરૂપી ગાજર છે. ટુટન-ખામન, ઍલેકઝાન્ડર, સિઝર, લૂઈ ૧૪મો અને અણુ આ બધાના સમયમાં પ્રોત્સાહનો તેનાં તે જ રહ્યાં છે. કરવેરાને, ચક્કર આવી જાય એટલી ઊંચાઈએ લઈ જઈને આર્થિક વિષમતા ઓછી કરવાનો રસ્તો એ સ્તર નીચું લાવવાની રીત છે. આધુનિક નાણાકીય રીત સ્તરને ઊંચો લઈ જવાનું ધ્યેય રાખે છે અને આર્થિક અસમાનતા ઓછી કરવાના કદી નિષ્ફળ ન જાય એવા સાધન તરીકે એ જ ેનો ઉપયોગ કરે છે તે સાધન છે ઝડપી આર્થિક વિકાસ. બીજા વિશ્વયુદ્ધ પછી મિત્રરાજ્યોના સત્તાધીશોએ જર્મનીમાં કંપની અને વ્યક્તિગત આવકવેરાની અતિ પ્રગતિશીલ પદ્ધતિ દાખલ કરે લી. આનું પરિણામ મોટા પાયા પરની કરચોરી અને આર્થિક સ્થગિતતામાં नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]

જાહે ર ખર્ચ વધતો હોવા છતાં જર્મન સરકારે એને જે સ્થિતિમાં પરાણે મૂકવામાં આવેલી એમાંથી જે

એક જ શક્ય માર્ગ હતો એ સ્વીકાર્યો. આ રસ્તો નાણાકીય નીતિમાં કર-ઘટાડાને સૌથી વધુ મહ�વ આપવાનો હતો. વેરાના દરમાં ઘટાડાએ નાના

કર ભરનારાઓને તેમ જ મોટી કં પનીઓને ફાયદો

કરી આપ્યો. જે લોકો અને કં પનીઓ બચત કરતાં તેમ જ મૂડીરૂપી ચીજવસ્તુઓ અને મકાન જેવી

સ્વીકાર્ય વસ્તુઓમાં નાણાં રોકતાં એમને સંપૂર્ણ

નહી ં તોયે ઘણી ઉદાર છૂ ટછાટો આપવામાં આવી.

આવ્યું. જર્મન સત્તાવાળાઓના અભિપ્રાય પ્રમાણે: મિત્ર રાજ્યોના કાયદા પ્રમાણેની અગાઉની નાણાકીય નીતિ જો ચાલુ રખાઈ હોત તો માર્શલ યોજના અને ચલણના સુધારાઓ છતાં આર્થિક દુર્ઘટના સર્જાઈ હોત. મૂડીની વર્તમાન ખેંચને કારણે આટલા ભારે કરવેરા ચાલુ રાખવાનું પરિણામ આર્થિક સંકોચનની પ્રક્રિયા શરૂ થવામાં આવ્યું હોત જ ેને લીધે ઘટતી કરઆવક અને ઊતરતા રાષ્ટ્રીય ઉત્પાદન સામે સામાજિક બોજામાં વધારો થયો હોત. જાહે ર ખર્ચ વધતો હોવા છતાં જર્મન સરકારે એને જ ે સ્થિતિમાં પરાણે મૂકવામાં આવેલી એમાંથી જ ે એક જ શક્ય માર્ગ હતો એ સ્વીકાર્યો. આ રસ્તો નાણાકીય નીતિમાં કર-ઘટાડાને સૌથી વધુ મહત્ત્વ આપવાનો હતો. વેરાના દરમાં ઘટાડાએ નાના કર ભરનારાઓને તેમ જ મોટી કંપનીઓને ફાયદો કરી આપ્યો. જ ે લોકો અને કંપનીઓ બચત કરતાં તેમ જ મૂડીરૂપી ચીજવસ્તુઓ અને મકાન જ ેવી સ્વીકાર્ય વસ્તુઓમાં નાણાં રોકતાં એમને સંપૂર્ણ નહીં તોયે ઘણી ઉદાર છૂટછાટો આપવામાં આવી. ૧૯૫૩ અને ૧૯૫૫માં કરવેરામાં અપાયેલી 399


નવા ધંધાકીય એકમો સ્થાપવામાં અને નવા ઉદ્યોગો

શરૂ કરવામાં મહ�વનો ભાગ જે ભજવે છે એ સાહસિકો

પર

સંપત્તિવેરાની

નખાતા

ભેગી

ઊંચા

અસરથી

આવક

તેમની

અને

બચત

કરવાની શ�ક્ત ઓછી થઈ જાય છે. બચત દવારા સંપત્તિમાં થતાં દરેક વધારા સાથે અમુક હદ પછી વ્ય�ક્તની ખર્ચી શકાય એવી આવક ઘટવા માંડે

છે. આવકના આ સ્તરે કર સામાન્ય રીતે બચતને

ભોગે જ ભરાતો હોય છે જે બચત ધંધાર્થીઓએ મૂડીરોકાણમાં વાપરી હોત.

છૂટછાટો વ્યક્તિગત અને કંપનીઓ ઉપરના વેરાઓના દરમાં ત્રીસ ટકાના ઘટાડા જ ેટલી હતી. આ પછી ઝડપી તબક્કાઓમાં વ્યક્તિગત કરનો ગુરુતમ દર, જ ે ઇંગ્લૅન્ડના સ્તરે હતો એ ઘટાડીને માત્ર પચાસ ટકાથી જરાક જ વધારે રાખવામાં આવ્યો. જર્મન ફે ડરલ રિપબ્લિકના એક વખતના વાઇસચાન્સેલર પ્રોફે સર લુડવિક એરહાર્ડે પ્રોસ્પેરિટી થ્રૂ કોમ્પિટિશન નામના પુસ્તકમાં એમની દૃઢ માન્યતા વ્યક્ત કરી છે કે છેલ્લા દાયકામાં જર્મનીમાં સાચી આવકમાં થયેલો અભૂતપૂર્વ વધારો (૭.૫ ટકાનો વાર્ષિક વિકાસનો આ દર ફક્ત જાપાનના ૮.૮ ટકાના દર કરતાં જ પાછળ હતો,) એમણે અમલમાં મૂકેલી પ્રોત્સાહક કરવેરાની નીતિ સિવાય શક્ય બન્યો ન હોત. જાપાન આગળથી આપણને ઘણું શીખવાનું મળે એમ છે. જાપાને વિત્તીય પ્રોત્સાહનનો અમલ કર્યો અને વર્તમાન ઇતિહાસમાં અજોડ એવો આર્થિક વિકાસનો દર હાંસલ કર્યો. કંપનીઓ પરના વેરાનો દર જ ે ૧૯૫૧માં ૪૨ ટકા હતો એને ઘટાડીને ૩૮ ટકાનો કરાયો છે, જ્યારે ડિવિડન્ડ તરીકે 400

કંપનીની જ ે આવક વહેં ચવામાં આવે છે એના પર આ વેરો ૨૬ ટકા જ ેટલો નીચો છે. ૧૯૫૭માં સરે રાશ નીચલા મધ્યમ વર્ગ અને ઉપલા કામદારવર્ગ પરના આવકવેરાનો દર અડધો કરી નખાયેલો. જાપાનમાં વ્યક્તિગત આવક પરના કરનો સૌથી વધુ દર ૬૦ ટકા જ ેટલો છે. જાપાનનો અનુભવ છે કે કરમાં મુકાતા દરે ક કાપ સાથે અર્થતંત્રને વેગ મળે છે અને સરકારી તિજોરી સોનાનો પાક લણે છે. કરવેરામાં ઘટાડા ઉપરાંત જાપાને કર્મચારીઓને મળતા અન્ય કાયદાઓમાં પણ ઉદાર છૂટછાટ આપી છે. દર આશ્રિત દીઠ ઉદાર કર-કપાત આપવામાં આવે છે. નાગરિકની વય જ ેમ વધતી જાય એમ એને કરમાંથી વધુ ને વધુ મુક્તિ મળતી જાય છે, કારણ કે વીતતાં વર્ષાે માણસના શરીરને ક્ષીણ કરતાં જાય છે. આવકવેરાના અતિશય ઊંચા દર જ્યાંથી ઉદ્ભવ્યા અને જ ે દેશ આ દૂષણથી લાંબા સમયથી પીડાય છે એવા ઇંગ્લૅન્ડમાં કરવેરાના દરમાં ઘટાડો કરવાની જરૂર છે એવો મત સ્વીકારાઈ રહ્યો છે. સ્વાર્થી રાજકારણીઓ કદાચ આમ નહીં માનતા હોય પણ પ્રખર વિચારકો અને દૂરનું જોનારા અર્થશાસ્ત્રીઓ તો આમ માને જ છે. વ્યક્તિગત આવક પરના કરનો સૌથી વધુ દર ઘટાડીને ૪૫ ટકા કરવાની ભલામણ પ્રોફે સર કાલ્ડરે કરે લી. એમના પોતાના જ શબ્દોમાં કહીએ તોૹ કરવેરાની આર્થિક અસરના દૃષ્ટિબિંદુથી કરપદ્ધતિ મહે નત, સાહસ કે પ્રારં ભ માટે વધુ પડતી ઉત્સાહઘાતક ન બને એ જોવાનું કામ મુખ્ય છે. આવક પરના કરને લીધે કામ કરવું કે ઉત્પાદક સાહસમાં મૂડી રોકવાનું જોખમ ઉઠાવવું ઓછુ ં આકર્ષક બને છે તેમ જ બચાવ પરના બમણા કરવેરાના બોજાને લીધે બચતને [ નવેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


સજા થાય છે અને ખર્ચને ઉત્તેજન મળે છે. આ બધી અસરોનું મહત્ત્વ કરના ઉચ્ચતમ દર ઉપર આધાર રાખે છે. છેલ્લાં પંદરથી વીસ વર્ષના કરવેરાના ઉચ્ચતમ દર ગજબના ઊંચા બનાવાયા છે જ્યારે કરવેરામાંથી બચવાની મોટી છટકબારીઓ ચાલુ રખાય છે. એવી ઘટના બહુ જ હાનિકર્તા છે એમ હં ુ દૃઢપણે માનું છુ .ં  આવક પરનો કર ખરે ખર તો સંપત્તિમાં થતા વધારા પરનો કર ગણવામાં આવતો હતો, પણ ખરે ખર જો આમ હોય તો ૮૦થી ૯૦ ટકા જ ેટલા ઊંચા ઉચ્ચતમ દર (ઇંગ્લૅન્ડમાં એક તબક્કે આ દર ૯૭.૫ ટકા હતો) ક્યારે ય નખાયા ન હોત. આમે આવા બધું પડાવી લેવા જ ેટલા દર એમાંથી છટકી ન જનારા લોકોના નાના જૂ થને જ લાગે છે અને તે રાષ્ટ્રીય દૃષ્ટિએ અગત્યની એવી કેટલીક કારકિર્દીઓનું ભાવિ નષ્ટ કરીને તથા જાહે ર નીતિમત્તાને નીચી પાડીને લાંબે ગાળે બહુ હાનિકારક પુરવાર થાય છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકૉનૉમિક ઍફે ર્સ દ્વારા ૧૯૬૪માં પ્રગટ થયેલા ટૅક્સમૅનશિપ નામના પુસ્તકમાં કોલિન ક્લાર્કે કરવેરાના દર ઘણા ઘટાડવાની ભારપૂર્વક વકીલાત કરી છે. આવકના અમુક તબક્કે અત્યારે સૌથી ઓછો દર છ ટકા અને સૌથી વધુ દર સિતોત્તેર ટકા છે એને સ્થાને કોલિન ક્લાર્કે ૨.૪ ટકા અને ૪૮.૫ ટકા કરવાની ભલામણ કરી છે અને બધા જ સ્તરે કરના દર ઘટાડવાનો આગ્રહ કર્યો છે. કરના અતિશય ઊંચા દરનાં જ ે ખરાબ પરિણામો આવે છે એનો આપણા દેશમાં સ્વતંત્ર આર્થિક વિચારકોને ખ્યાલ નથી એવું નથી. નૅશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઇડ ઇકૉનૉમિક રિસર્ચ જ ેવી નિષ્પક્ષ સંસ્થાએ નીચે પ્રમાણેનો નિષ્કર્ષ કાઢ્યો છેૹ नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]

રાષ્ટ્રની મૂળભૂત આર્થિક નીતિના અમલ માટે

કેટલાક લોકો માને છે એ પ્રમાણે ખાનગી ઉદ્યોગોને

દબાવવાની જરૂર નથી પણ ઇચ્છિત દિશાઓમાં

એનો સતત વિકાસ થવા દેવાની જરૂર છે. આ સંદર્ભમાં ખાનગી મૂડીરોકાણ ખૂબ જ મહ�વની

ભૂમિકા ભજવે છે અને ખાનગી બચત આનાથી

પણ મોટો ભાગ ભજવે છે, કારણ કે જાહે ર રોકાણનો સારો એવો ભાગ ખાનગી બચતમાંથી આવતો હોય છે. આથી એમ કહી શકાય કે

ભારતમાં કરવેરાની નીતિનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ખાનગી બચતની શક્ય એટલો ઊંચો દર હાંસલ કરવાનો હોવો જોઈએ.

નવા ધંધાકીય એકમો સ્થાપવામાં અને નવા ઉદ્યોગો શરૂ કરવામાં મહત્ત્વનો ભાગ જ ે ભજવે છે એ સાહસિકો પર નખાતા ઊંચા આવક અને સંપત્તિવેરાની ભેગી અસરથી તેમની બચત કરવાની શક્તિ ઓછી થઈ જાય છે. બચત દ્વારા સંપત્તિમાં થતા દરે ક વધારા સાથે અમુક હદ પછી વ્યક્તિની ખર્ચી શકાય એવી આવક ઘટવા માંડ ે છે. આવકના આ સ્તરે કર સામાન્ય રીતે બચતને ભોગે જ ભરાતો હોય છે જ ે બચત ધંધાર્થીઓએ મૂડીરોકાણમાં વાપરી હોત. આ સ્તરે બચત કરવામાં કોઈ પ્રોત્સાહન રહ્યું ન હોવાથી ઊંચી આવકના સ્તરે કરવધારાનો વેગ ધીમો કરવો આર્થિક રીતે વાજબી છે. ડૉ. લોકનાથને એમના પુસ્તક ટૅક્સેશન ઍન્ડ પ્રાઇવેટ ઇન્વેસ્ટમૅન્ટ માં ઔદ્યોગિક સાહસ વધારવાના અને બચત અને મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. આમ રાષ્ટ્રની મૂળભૂત આર્થિક નીતિના અમલ માટે કેટલાક લોકો માને છે એ પ્રમાણે ખાનગી ઉદ્યોગોને દબાવવાની જરૂર નથી પણ ઇચ્છિત દિશાઓમાં એનો સતત વિકાસ થવા દેવાની 401


નષ્ટ કરે છે. કંપનીનો સિત્તેર ટકા જ ેટલો ખર્ચ સરકાર આપતી હોય ત્યારે કરકસર કરવામાં એને રસ ન હોય અને એવી જ રીતે એક નાગરિક માટે સો રૂપિયા કમાવા કરતાં વીસ રૂપિયા પરનો કર ન ભરવો વધુ લાભદાયક હોય ત્યારે એને પણ કામ કરવાનું કોઈ પ્રોત્સાહન રહે નહીં. બીજા વિશ્વયુદ્ધ પછીનો ઇતિહાસ, જુ દી જુ દી લોકશાહીઓ જ ે બે પ્રકારની કરનીતિઓનો અમલ કરે છે એની વચ્ચેનો સ્પષ્ટ વિરોધ દેખાડે છે. એક પ્રકારનું અંદાજપત્ર પોષક હોય છે જ ે વેરાન જમીનમાંથી ફૂલો ઉગાડે છે તથા મૃતપ્રાય થઈ ગયેલાં મૂળિયાંઓને અમૃતધારાથી પુનર્જીવિત કરે છે, જ્યારે બીજા પ્રકારનું આનંદહીન અંદાજપત્ર રાષ્ટ્રની શક્તિ શોષી લે છે, આત્મવિશ્વાસ ઓછો કરે છે અને સાહસને ગૂંગળાવે છે. અર્થશાસ્ત્રમાં ચમત્કારો નહીં માત્ર પરિણામો જ હોય છે. જર્મની અને જાપાનના આર્થિક ‘ચમત્કારો’ એમની સરકારની દીર્ઘદૃષ્ટિ અને લોકોની શિસ્તનું કલ્પી શકાય એવું પરિણામ માત્ર છે. એ વાતમાં કોઈ શંકા નથી કે ઇનામોની વહેં ચણી થવી જોઈએ પણ પહે લાં આ ઇનામો રળવાં જોઈએ. સંપત્તિની વહેં ચણી થવી જોઈએ પણ એ પહે લાં સંપત્તિનું સર્જન થવું જોઈએ. લોકો દ્વારા સારી વ્યવસ્થા, સખત પરિશ્રમ, વિશ્વાસ અને સાહસ દ્વારા જ આ કામ થઈ શકે. પણ સરકારનું કામ એ છે કે પ્રોત્સાહનો આપવાં અને એવી આબોહવા ઊભી કરવી જ ેમાં આ ગુણો ફૂટી નીકળે અને ફળદ્રુપ બને. કોઈ તટસ્થ અને દીર્ઘદૃષ્ટિ ધરાવનાર વ્યક્તિ એમ માની શકે નહીં કે ભારત સરકારે આ ફરજ બજાવી છે.

જરૂર છે. આ સંદર્ભમાં ખાનગી મૂડીરોકાણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને ખાનગી બચત આનાથી પણ મોટો ભાગ ભજવે છે, કારણ કે જાહે ર રોકાણનો સારો એવો ભાગ ખાનગી બચતમાંથી આવતો હોય છે. આથી એમ કહી શકાય કે ભારતમાં કરવેરાની નીતિનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ખાનગી બચતની શક્ય એટલો ઊંચો દર હાંસલ કરવાનો હોવો જોઈએ. ઉદ્યોગોને પ્રોત્સાહન આપતા તેમ જ બચત અને મૂડીરોકાણને આગળ ધપાવતા અર્થતંત્ર માટે કરનું નીચું માળખું જરૂરી છે. આયર્લૅન્ડ અને નાઇજિરિયા જ ેવા અન્ય વિકાસશીલ દેશોએ કરવેરામાં પ્રોત્સાહન આપવાનું ક્યારનુંયે શરૂ કરી દીધું છે. અને ભારત કરતાં ઊંચો આર્થિક વિકાસનો દર અનુભવ્યો છે. અમેરિકા, જર્મની અને જાપાન ઉપરાંત બેલ્જિયમ અને હૉલૅન્ડ (હૉલૅન્ડના ઇતિહાસમાં આવકવેરામાં સૌથી વધુ ઘટાડો ૧૯૬૪માં અમલમાં આવેલો) જ ેવાં વિકસિત રાષ્ટ્રોએ કરવેરાના પ્રોત્સાહનનો ઉપયોગ કર્યો છે અને કરવેરાના દર ઓછા કરીને વધુ મબલક પાક લણ્યો છે. ભારતમાં વ્યાપક કરચોરી હોવાને કારણે વેરાના દર ઓછા કરી શકાય નહીં એ દલીલને એવા કથન સાથે સરખાવી શકાય કે તરતાં શીખ્યા ન હો ત્યાં સુધી તમારે પાણીમાં જવું જોઈએ નહીં. એ તો હવે બધા જ સ્વીકારે છે કે ઊંચા કરવેરા ભાવો ઘટાડતા નથી પણ ચોક્કસપણે ફુગાવો સર્જે છે, કારણ કે ફુગાવાની સમસ્યાનું નિરાકરણ વધુ ઉત્પાદનમાં હોય તો બચતની શક્તિ ઘટાડતાં અને મૂડીરોકાણ માટે પ્રાપ્ત થતી રકમ ઘટાડતાં ઊંચા સ્તરના કરવેરા ફુગાવાજનક છે. તે ઉપરાંત એ ખર્ચ વિશેની સભાનતા તેમ જ નૈતિક સભાનતા

(ચિદંબરમ્ ચેટ્ટિયાર સ્મારક વ્યાખ્યાનો: મદ્રાસ, ઑગસ્ટ ૧૩ અને ૧૪, ૧૯૬૫)

402

[ નવેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ઇટાલીના ગાંધી: દાનીલો દોલ્ચી નારાયણ દેસાઈ ગાંધીના વિચારને ઘણીવાર આપણાં જ દેશમાં આદર્શવાદી (જોકે ગાંધી પોતાને વ્યવહારુ આદર્શવાદી ગણાવતા હતા) કહીને તેનાથી કિનારો કરવામાં આવે, ત્યારે વિદેશોમાં તેમના સહર્ષ સ્વીકારથી એટલું તો પ્રસ્થાપિત થાય જ છે કે, આદર્શવાદને વ્યવહારમાં મૂકી શકાય અને નિશ્ચય હોય તો વ્યાપક સ્તરે પણ મૂકી શકાય છે. જગતમાં આના દાખલાઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ મળે છે, પરં તુ તે મળે છે ખરા. આવો જ એક દાખલો દાનીલો દોલ્ચીનો છે. ‘ઇટાલીના ગાંધી’ ૧૯૨૪ • ૨૦૧૫ તરીકે ઓળખાતા દાનીલોએ જ્યારે પોતાના દેશમાં જ ગરીબો અને શોષિત વર્ગોની વ્યથા જાણી ત્યારે તેમણે પોતાનો ઠીક ઠીક ચાલતો સ્થપતિનો વ્યવસાય છોડ્યો અને શોષિત વર્ગની વચ્ચે રહીને કામ કરવા લાગ્યા. ત્યાર પછી તો તેમણે આદરે લી આ સેવા આજીવન ચાલી. તેમની આ સેવાને બિરદાવવા તેમને લેનિન શાંતિ પુરસ્કાર(૧૯૮૫)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ગાંધી મૂલ્યોને જમીની સ્તરે અમલમાં લાવવા માટે અપાતા જમનાલાલ બજાજ એવોર્ડથી પણ તેઓ સન્માનિત થયા છે. બે વાર નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત થનારા દાનીલો દોલ્ચીના અવસાનને ૩૦ ડિસેમ્બરે બે દાયકા પૂરા થઈ રહ્યા છે, ત્યારે તેમના જીવન વિશે જાણીએ. નારાયણ દેસાઈએ મને કેમ વિસરે રે ? પુસ્તકમાં આ ગાંધીજન વિશે વિગતે લખ્યું છે. દોલ્ચીના મૃત્યુના સવા દાયકા પૂર્વે લખાયેલા આ લેખને અહીં મૂળ સ્વરૂપે મૂકવામાં આવ્યો છે. …

દેશમાં અને દુનિયામાં ગાંધીના પંથે ચાલનારાને કોઈને ‘ગાંધી’ કહે વાનું મને ન ગમે પણ એ રીતે એમના દેશનું નામ દઈને તે દેશના ગાંધી એવું નામ આપવાની ટેવ છે. ખરું પૂછો તો આપને ગાંધીજન કહે વા જોઈએ. ગાંધી તો માત્ર ગાંધી જ. બીજા

દાનીલો દોલ્ચી (૧૯૨૪ • ૧૯૯૭)

नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]

નામ આપીને એમને અને ગાંધીને બિરદાવવાની લોકોને ટેવ છે એમ આપણે સમજવાનું. દાનીલો દોલ્ચીને ‘સિસિલીના ગાંધી’ કહે વામાં આવે છે. એમના જ ે ગુણોને લીધે આ બિરૂદ પાંત્રીસેક વર્ષના દાનીલોને મળ્યું હતું તેની વાત તો કહીશ જ પરં તુ પહે લાં આપણે એનો બાહ્ય પરિચય કરી લઈએ. અત્યારે ઓગણસાઠ વર્ષે આ ‘ગાંધી’નું વજન આશરે સો એક કિલો હશે. ચાલતાં થોડી મુશ્કેલી પડે. રહે ણીકરણી પશ્ચિમી ઢબની. વેશભૂષા સાદી પણ પશ્ચિમી ઢબની. પહે લી સ્ત્રીથી પાંચ સંતાન છે. બીજી લગભગ દીકરીની ઉંમરની સ્ત્રીથી બે છે. વિમાનમાં એક દેશથી બીજ ે દેશ જવું એ અત્યારે એમનું મુખ્ય કામ થઈ ગયું છે. શોખનો વિષય કવિતા લખવાનો. બોલો, આવા ગાંધીની કલ્પના કરી છે કોઈ વાર? પણ જ ેમની વચ્ચે કામ કરતા હતા તેમણે જ નહીં, પણ જાણીતા પત્રકારોએ 403


સુધ્ધાં એમને ગાંધી જોડે સરખાવ્યા છે. એનું રહસ્ય તો એમના કામને સમજીએ ત્યારે જ સમજાય. મારે ને દાનીલોને મળવાનું મોટે ભાગે સંમેલનો કે પરિસંવાદોમાં જ થયું છે. એમને અંગ્રેજી બોલતાં બહુ ફાવતું નથી. અને મને ઇટાલિયનને નામે મીંડુ.ં એટલે ઝાઝી છૂટથી વાત કરવાની તક મળી નથી. એવી જરૂર પડે ત્યારે કોઈક ને કોઈક દુભાષિયાને બોલાવવો પડે પણ દોસ્તી ભાષાનો અવરોધ જાણતી નથી. અમે પહે લાં એકબે જગાએ અલપઝલપ મળેલા. એ જાણીતા માણસ ને એમની આસપાસ લોકો વીંટળાયેલા હોય એટલે હં ુ થોડો છેટો રહં ુ . ગાંધીશતાબ્દી અંગે દિલ્હીના એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં એમણે ફરિયાદ કરી કે અમારે ગાંધીશતાબ્દી આવા સંમેલનથી ઊજવવી નથી. ત્યારે મેં એમને વેડછીના ગાંધી મેળામાં આવવાનું નિમંત્રણ આપ્યું ને તેમણે એ સહર્ષ સ્વીકાર્યું. મને એ મેળામાં પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. પરં તુ તે મેળાનું મુખ્ય આકર્ષણ તો દાનીલો જ હતા. આશરે અઠ્ઠાવીસ હજાર રેં ટિયા સાથે ચાલતા જોઈને એ તો મુગ્ધ જ થઈ ગયા. ત્યાર પછી એક વાર ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં અને પછી યુગોસ્લાવિયામાં દુબ્રોવનિકમાં અને આ વર્ષે પશ્ચિમ જર્મનીમાં સ્ટુટગાર્ટમાં અમે સાથે પ્રશિક્ષકો તરીકે કામ કર્યું. એનાથી અમે વધુ નિકટ આવ્યા. ગયે વર્ષે સિસિલીની એમની કર્મભૂમિમાં ફરી આવ્યો ત્યારે એમની અનુપસ્થિતિમાં પણ એમની પ્રતિભા વધારે સમજાઈ. માત્ર યુદ્ધનો જ વિરોધ કરવાથી સમાધાન ન માનનારા, પણ કાંઈક ને કાંઈક રચનાત્મક કાર્ય કરનારા પશ્ચિમી શાંતિવાદીઓમાં દાનીલો આગળ પડતા ગણાય. સિસિલીની ગરીબ પ્રજાનું લોહી ચૂસનાર માફિયા એમના શોષણમાં ભાગીદાર બનનાર ઇટાલિયન અને સિલિલિયન નોકરશાહી 404

અને એને કાયદેસરનો ટેકો આપનાર સરકાર સાથે દાનીલોએ ઝીક ઝીલી તેની પાછળ એમની રચનાત્મક શક્તિ, લોકશિક્ષણ કરવાની એમની અવનવી રીત અને લોકસંઘટનની એમની લોકશાહી પદ્ધતિ કામ કરતી હતી. આપણે જરા વધુ વિગતોમાં ઊતરીએ. ૧૯૫૨માં દાનીલો ઉત્તર ઇટલીથી આ ક્ષેત્રમાં પહે લી વાર આવ્યા. ઉત્તર ઇટલી એ તે દેશનું પ્રમાણમાં સમૃદ્ધ ક્ષેત્ર છે. દાનીલો પોતે ઉચ્ચ મધ્યમ વર્ગના હતા અને સ્થપતિ તરીકે કમાણી પણ ઠીક ઠીક કરતા હતા દક્ષિણ ઇટલી ગરીબ છે. પણ સિસિલીનો બેટ તો એથી પણ વધુ ગરીબ છે. આ ગરીબી જોઈને દાનીલોનું હૈ યું દ્રવી ગયું. એમણે ધીખતો ધંધો છોડીને આ ક્ષેત્રમાં જ આવીને વસવાનો સંકલ્પ કર્યો. પોતાનાં કામોનો પ્રારં ભ તેમણે બિલકુ લ ગાંધી ઢબે કર્યો. એ ત્યાંના લોકોની વચ્ચે એમની માફક જીવવા લાગ્યા. આમ, સ્વૈચ્છિક ગરીબીથી જીવનાર આ ક્ષેત્ર સારુ દાનીલો પહે લા જ હતા. એમની કામ કરવાની રીત સૉક્રેટિસ જ ેવી હતી પણ એટલી મૂંઝવનારી નહીં, વધુ રચનાત્મક. તેઓ લોકોને પ્રશ્નો પૂછતાૹ ‘આવું જીવન ગમે છે? આપણે આપણું જીવન બદલી શકીએ ખરા? તે શી રીતે બદલાય? બદલવું જ હોય તો શરૂઆત ક્યાંથી થઈ શકે છે?’ આવા આવા પ્રશ્નોને લીધે ધીરે ધીરે વર્ષોથી ગરીબી અને અજ્ઞાનની જડતામાં ભીંસાતા લોકોમાં સળવળાટ થવા લાગ્યો. પોતાની ગરીબી સારુ નસીબનો જ દોષ દેનારાઓ એ સમજતા થાય કે અમીરી અને ગરીબી માણસ બનાવે છે અને માણસ જો ધારે તો એ સ્થિતિને બદલી શકે. દાનીલોએ એક નાનકડુ ં કેન્દ્ર સ્થાપ્યું. એ કેન્દ્રમાં કોઈને પણ આવીને રાતવાસો કરવાને, પેટ ભરીને જમવાની છૂટ હતી. ભૂખ કે થાકના માર્યા આવનાર લોકો જોડે દાનીલોના સંવાદ ચાલતા. [ નવેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


લોકોએ એ કેન્દ્રને ‘દેવોનું ધામ’ એવું નામ આપ્યું. ગરીબ અભણ ભલે હોય, નગુરાં નથી હોતા. એક દિવસ એક ગરીબના માંદા બાળકને ગરીબીને કારણે દવા ન મળી શકી. એ બીચારું મરણને શરણ થયું. આ ઘટનાથી દાનીલોનું આખું વ્યક્તિત્વ કમકમી ઊઠ્યું. ગરીબીને કારણે દવા ન મળે અને બાળક મરી જાય, એ તો કેમ સહે વાય, એમ કરીને તેમણે ઉપવાસ જાહે ર કર્યા. પશ્ચિમના દેશોમાં ઉપવાસની વાત સાવ અવનવી હતી. વીજળી વેગે વાત આખા બેટમાં ફે લાઈ ગઈ. દક્ષિણ ઇટલીમાં અવારનવાર આવતી આર્થિક કટોકટીને લક્ષ્યમાં રાખીને ઇટલીની સરકારે એક ભંડોળ ભેગું કરી રાખ્યું હતું. પરં તુ આ ભંડોળનો કશો સદુપયોગ નહોતો થતો. બૅંકમાં પડેલાં આ નાણાંથી ધીરધાર કરનારાઓની તિજોરીઓ જ ભરાતી હતી. દાનીલોની આગેવાની હે ઠળ બેટના લોકોએ માગણી કરી કે આ નાણાંનો ઉપયોગ પહાડ પરથી વહી આવતાં ઝરણાં પર બંધ બાંધીને પાણીનો સંગ્રહ કરવામાં થવો જોઈએ કે જ ેથી ખેડૂતોને પાણી અને બેકારોને કામ મળી રહે . પણ પાણી એ તો સિસિલીમાં મોંઘામૂલી વસ્તુ હતી. એના બેફામ ભાવ વધારીને તો ત્યાંના માફિયાના લોકો ધીખતી કમાણી કરતા એ બેટના લોકોની આવી માગણી શે લક્ષમાં લે! લોકોની માગણીને ટેકો આપવા દાનીલોએ ફરી ઉપવાસ જાહે ર કર્યા. આ વખતે તેમને ગરીબ ગુરબાંઓએ ‘ઇટલીના ગાંધી’ કહ્યા તો માફિયાના લોકોએ ‘સિસિલી પર ઊતરી આવેલ અભિશાપ’ કહ્યા! ૧૯૫૬ની ગાંધી પુણ્યતિથિને દિને એક હજાર લોકોએ દરિયાકાંઠ ે જઈ જાહે રમાં એક દિવસ ઉપવાસ કરવાની ઘોષણા કરી. શાંતિનો ભંગ કર્યાનો ગુનો દાખલ કરી દાનીલો અને એના છ સાથીઓને ગિરફતાર કર્યા. દાનીલોએ એક જાહે રપત્ર લખી नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]

બંધ બંધાય પછી એના પાણીનો ઉપયોગ કરવા બાબતમાં દાનીલોએ ખૂબ શિ�ણાત્મક પદ્ધતિ

અખત્યાર કરી છે. કોને કેટલું પાણી આપવું અને ક્યારે આપવું એનો નિર્ણય કોઈ કેન્દ્રિત સમિતિ

ન કરે, પણ ખેડૂતો જ પોતાની બેઠકો ભરી ચર્ચામસલત

દવારા

દાનીલોએ

કરે

દાખલ

એવી

કરી

છે.

લોકશાહી આને

પદ્ધતિ

પરિણામે

કિસાનોમાં આત્મવિશ્વાસ આવ્યો છે અને એમની શ�ક્ત સંગઠિત થઈ છે તથા પાણી પરનો થોડા લોકોનો અંકુશ શિથિલ થયો છે.

તમામ અધિકારીઓ તથા છાપાંઓને મોકલાવ્યો અને એમાં કહ્યું કે પોર્ટિનિકો (સિસિલીનું મુખ્ય શહે ર)ના લૂંટફાટ કરનારા લોકો સભ્ય દુનિયાના નાગરિક થવા માગે છે. એમને કામની જરૂર છે, તે કોઈ પૂરું પાડશે? આ માગણી કરતાં પહે લાં અનેક સભાઓમાં એની ચર્ચા થઈ હતી અને તે લોકશાહી ઢબે લોકોની માગણી તરીકે જ રજૂ થઈ હતી. દાનીલોની ધરપકડની વાત સાંભળી વિખ્યાત વૈજ્ઞાનિક દાર્શનિક બર્ટ્રાન્ડ રસેલે દાનીલોને પશ્ચિમમાં પહે લી વાર અહિં સાનું શસ્ત્ર વાપરવા બદલ મુબારકબાદી આપી હતી. પાણીના બંધ માટે જ ે સંઘર્ષ શરૂ થયો તે છ વર્ષ સુધી ચાલ્યો. એ દરમિયાન વચ્ચે એક વાર આ લોકોએ પારિશ્રમિક લીધા વિના જાહે ર શ્રમ કરવાનો કાર્યક્રમ પણ ઉપાડ્યો હતો. એને તેમણે વળતી હડતાળ—સ્ટ્રાઈક ઈન રિવર્સ—એવું નામ આપેલું. ભૂદાનયજ્ઞ દરમિયાન પ્રેમાક્રમણની મારી કલ્પના કાંઈક એવી જ હતી. બંધ બાંધવાની વાત હવે સરકારની માન્યતા પામી ચૂકી છે. આજ ે સિસિલીમાં અગિયાર સ્થળોએ સરકારના ભંડોળમાંથી નાનામોટા બંધો બંધાયા છે. 405


દાનીલોનું આખું જીવન જોઈએ તો એની મુખ્ય ધારા દીનદુઃખિયાં પ્રત્યેની કરુ ણા અને અન્યાયનો પ્રતિકાર

કરવાની

ભાવનાથી

ભરેલી

દેખાઈ

આવશે. ગાંધીજીએ પશ્ચિમના લોકોને યાદ દેવડાવી છે કે જો પૃથ્વી પર ઈશુ ખ્રિસ્તને લાવવો હોય

અને ઈશ્વરની આસ્થાને સ્થાપવી હોય તો જ્યાં સુધી દુનિયામાં ભૂખ છે અને હિં સા નિર્મૂળ નથી થઈ ત્યાં સુધી એ અશક્ય છે.

બંધ બંધાય પછી એના પાણીનો ઉપયોગ કરવા બાબતમાં દાનીલોએ ખૂબ શિક્ષણાત્મક પદ્ધતિ અખત્યાર કરી છે. કોને કેટલું પાણી આપવું અને ક્યારે આપવું એનો નિર્ણય કોઈ કેન્દ્રિત સમિતિ ન કરે , પણ ખેડૂતો જ પોતાની બેઠકો ભરી ચર્ચામસલત દ્વારા કરે એવી લોકશાહી પદ્ધતિ દાનીલોએ દાખલ કરી છે. આને પરિણામે કિસાનોમાં આત્મવિશ્વાસ આવ્યો છે અને એમની શક્તિ સંગઠિત થઈ છે તથા પાણી પરનો થોડા લોકોનો અંકુશ શિથિલ થયો છે. પોતાના વર્ષોના પ્રયાસને અંતે દાનીલો એ નિર્ણય પર આવ્યા કે પાયાનું કામ કરવું હોય તો નાનાં બાળકોને જ હાથ ધરવાં જોઈએ. તેથી એમણે ‘મિર્તો’ નામની એક શાળાની શરૂઆત કરી છે. આ શાળામાં મોટે ભાગે માનસિક રીતે પછાત કહે વાતા દરિદ્ર પરિવારોનાં બાળકો જ આવે છે. એમના શિક્ષણ સારુ જ ે શિક્ષકો મોટે ભાગે શિક્ષિકાઓ આવે છે. તે સામાન્ય રીતે પ્રાથમિક શિક્ષકોને મળે છે તેથી ઓછો પગાર લે છે. સિસિલીમાં શિક્ષક તરીકે તાલીમ પામેલા સેંકડો લોકો બેકાર છે. મિર્તો શાળા એ પૈકી કેટલાકને 406

થોડાકને કામ આપે છે. જોકે પગાર કરતાંયે વધુ તો એ લોકોને કામ કર્યાનો સંતોષ આપે છે. આ શિક્ષક-શિક્ષિકાઓ જોડે ત્રણેક કલાક બેસવાની મને તક મળી હતી. દાનીલો પોતાના પ્રયોગોમાં મુક્તતા અને સર્જકતાની ઉપર ભાર મૂકે છે. સારી શાળાના સારા શિક્ષક સારુ આ પ્રયોગો કાંઈ ખાસ નવા ન કહે વાય. વર્ગમાં શિક્ષકની સામે વિદ્યાર્થીઓ હારબંધ બેસે એને બદલે મિર્તોના વર્ગમાં ગોળ કૂ ંડાળામાં બેસાડવામાં આવે છે. જ ે વિદ્યાર્થીને જ ેવી રુચિ અને જ ેટલી આવડત હોય તે અનુસાર તે જુ દા જુ દા વિષયોમાં જાય છે. હાથકામ કરવાની પ્રવૃત્તિઓ સુથારી, કાતરકામ, માટીકામ વગેરેમાં ઠીક ઠીક સમય આપવામાં આવે છે. તે મિર્તો શાળાની વિશેષતા કહે વાય. દાનીલો આંતરરાષ્ટ્રીય પરિસંવાદો અને વર્ગોમાં પણ મુખ્યત્વે પ્રશ્નોત્તર પદ્ધતિ જ વાપરે છે. એના વર્ગોમાં અણુશસ્ત્રોની ભયાનકતા વગેરેની વાતો ઓછી હોય છે. માનવ માનવનું શોષણ શી રીતે કરે છે, એ વાત વધારે હોય છે. વર્ગોમાં એ પોતે વાત કરતાં કરતાં ગોષ્ઠિમાં ભાગ લેનારાઓ પાસે જ બધું બોલાવે છે. શિબિરાર્થીઓ પ્રશ્ન પૂછ ે એના જવાબમાંયે દાનીલો વળતા પ્રશ્નો જ પૂછતો હોય છે. કોઈ કોઈ વાર એનાથી શિબિરાર્થીઓ અકળાતા પણ હોય છે. કારણ એમને સવાલોના જવાબ સાંભળવાની ટેવ હોય છે. પણ દાનીલો તો લોકોને જ પોતાના પ્રશ્નોના જવાબ પોતે શોધે તેવા કરતા કરવા માગે છે. એટલે ઉત્તર દાનીલો પાસે જ મળે એવી ભલામણો ઉપરાછાપરી આવે તોય દાનીલોભાઈ ડગતા નથી. આવે પ્રસંગે એક વાત દાનીલોની મદદે આવે છે. જ્યારે શિબિરાર્થીઓ બોલતા હોય ત્યારે દાનીલો એટલા ધ્યાનથી સાંભળતા સાંભળતા સ્વીકૃ તિ સૂચક એવું માથું હલાવે છે કે શરમાળમાં [ નવેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


થયાં ત્યાર બાદ એ લગ્ન વ્યવસ્થામાં કાંઈ વિઘ્ન આવ્યું. બંને છૂટાં રહે વા લાગ્યાં. દાનીલોએ સ્વીડનની એક યુવતી જોડે દોસ્તી કરી. ઇટલીના કાયદા મુજબ છૂટાછેડા પછી પણ અમુક વર્ષો સુધી લગ્ન નથી કરી શકાતાં. તે મુજબ આ બંને લગ્ન કર્યા વિના ચાર પાંચ વર્ષ સાથે રહ્યાં. ગયે વર્ષે બંનેએ લગ્ન કર્યાં. નવી બાઈથી દાનીલોને બે બાળકો છે. દાનીલોનો એક મોટો દીકરો ખૂબ સારો સંગીતકાર છે. દાનીલો સંતાનવત્સલ પિતા છે. છેલ્લાં થોડાં વર્ષોથી દાનીલોએ કાવ્ય રચનામાં પણ ધ્યાન આપવા માંડ્યું છે. મને તો એમનાં કાવ્યોના અંગ્રેજી અનુવાદ જ જોવા મળ્યા છે. એ કાવ્યો નવી શૈલીમાં લખાયેલાં છે. એમાં આપણને કાવ્યતત્ત્વ કરતાં વિચારતત્ત્વ વધુ લાગે પરં તુ એ કદાચ ભાષાંતરનો પણ વાંક હોય. દાનીલોનું આખું જીવન જોઈએ તો એની મુખ્ય ધારા દીનદુઃખિયાં પ્રત્યેની કરુણા અને અન્યાયનો પ્રતિકાર કરવાની ભાવનાથી ભરે લી દેખાઈ આવશે. ગાંધીજીએ પશ્ચિમના લોકોને યાદ દેવડાવી છે કે જો પૃથ્વી પર ઈશુ ખ્રિસ્તને લાવવો હોય અને ઈશ્વરની આસ્થાને સ્થાપવી હોય તો જ્યાં સુધી દુનિયામાં ભૂખ છે અને હિં સા નિર્મૂળ નથી થઈ ત્યાં સુધી એ અશક્ય છે. દાનીલો દોલ્ચી સિસિલીના ગરીબ લોકોના પ્રશ્નને મટાડવા દુનિયામાંથી હિં સાને નિર્મૂળ કરવા જ ે પ્રયાસ કરી રહ્યા છે તે જોતાં એમ લાગે છે કે ગાંધીજીની ચેતવણી એળે ગઈ નથી.

શરમાળ શિબિરાર્થીને પણ બોલવાનો ઉત્સાહ ચઢે છે. શિક્ષક તરીકે દાનીલોમાં આ ઉત્તમ ગુણ છે. આંતરરાષ્ટ્રીય પરિષદમાં દાનીલો અલબત્ત કોઈક વાર ખૂબ તત્ત્વ ચર્ચામાં ઊતરી જાય છે ત્યારે એનાં ભાષણો એટલાં સરળ રહે તા નથી અને એટલાં રસપ્રદ પણ રહે તાં નથી. એની કમી એ ફિલ્મ કે સ્લાઈડ દેખાડીને અથવા ચિત્રાંકનો સમજાવીને પૂરી કરવા પ્રયત્ન કરે છે. પણ હં મેશાં જ એમાં એ સફળ થાય છે એમ ન કહે વાય. દુર્ભાગ્યે આજકાલ દાનીલોની મુખ્ય પ્રવૃત્તિ સિસિલીના લોકો વચ્ચે કામ કરવાને બદલે દેશવિદેશમાં યાત્રાઓ કરીને મુખ્યત્વે એના કામ સારુ ફાળો ઉઘરાવવાની થઈ ગઈ છે. નાનાભાઈ ભટ્ટે એક ઠેકાણે આ અંગે એક લક્ષ્મણરે ખા દોરી હતી. એમણે કહ્યું હતું કે જો સંસ્થાના માણસ પર જ સંસ્થા સારુ ફાળો ઉઘરાવવાની ફરજ આવી પડતી હોય તો તેણે વરસમાં એક કે બે માસ પૂરતી મર્યાદા રાખવી જોઈએ. આ વ્યાવહારિક અને સાથે સાથે આદર્શને પોષે એવી સલાહ છે. ઘણા રચનાત્મક કાર્યકર્તાઓએ પાળવા જ ેવી. ઇટલીથી સિસિલી ગયા પછી દાનીલોએ સિસિલીની એક વિધવા બાઈ જોડે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન કર્યાં ત્યારે તે બાઈને પાંચ સંતાનો હતાં. પરં તુ આ લગ્નથી માત્ર બંને જણનું ઘર જ નહોતું મંડાયું પણ દાનીલોના કામમાં પણ એનાથી ખૂબ મદદ મળી હતી. બાઈ ખૂબ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતી હતી. એને લીધે દાનીલોને આખી પ્રજામાં સહે જ ે પ્રવેશ મળી જતો. આ લગ્નથી પાંચ બાળકો

[ પુસ્તકૹ મને કેમ વીસરે રે ? પ્રકાશકૹ બાલગોવિંદ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૬] 

नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]

407


નવજીવન

નવરૂપ. . . નવસંસ્કરણ. . . નવપ્રવેશ. . .

બાળકથી લઈને વૃદ્ધ ઉપવાસીથી લઈને આહારી વટેમાર્ગુથી લઈને વિશિષ્ટ સ્થળના મુલાકાતી અને ગાંધીજીમાં રસ ધરાવનાર સૌ દેશવાસી-વિદેશનિવાસીને આમંત્રે છે. . . નવજીવન મંગળવારથી રવિવાર, બપોરના 12:૦0થી રાત્રિના 9:00 •

દેશભરના કલાકારોને પોતાની કલાકૃ તિના પ્રદર્શન માટે વિશાળ સ્પેસ અને આદર્શ પ્રકાશવ્યવસ્થા પૂરું પાડતું પ્લૅટફૉર્મ એટલે સત્ય આર્ટ ગૅલેરી

• યુવાનોને ગાંધીવિચાર સાથે જોડતું એસ્થેટિક સ્થાન એટલે કર્મ કાફે • ગાંધીજી અંગે વાંચવા-વિચારવા-ચર્ચવા ને ગાંધીસાહિત્ય ખરીદવા માટેનો

મુક્ત માહોલ એટલે કર્મ કાફે

લેખકો, કવિઓ, સાહિત્યકારો, કર્મશીલોને કળા, સાહિત્ય, સાંપ્રત મુદ્ દે ચર્ચાવિચારણા કરવા માટેનું મોકળું મેદાન એટલે કર્મ કાફે

• મિત્રમિલન હોય કે પારિવારિક-સામાજિક મેળાવડો, ખુલ્લા આકાશ હે ઠળ

શુક્ર-શનિ-રવિ સાત્ત્વિક ભોજનનો આનંદ આપતી ગાંધીથાળી જમવાનું ઠેકાણું એટલે કર્મ કાફે

નવજીવનની વિકાસવાર્તાની મહત્ત્વની તારીખ અને તવારીખ રજૂ કરતું માણવાલાયક સ્થળ એટલે નવજીવન મ્યુઝિયમ

ÏÑÜàÝ”ÑÜÏÜÏÜÜØ ÃÜíÜ¢íÜÃÜÃÜß ÏÜ÷¶íÜÆÜâ±ÜÚ ™ÜüÃÜÜÃÜß ´ÜÜÓ៚ †ÃÜå ´ÜíÜÜÓ߃Ü

`ÃÜíÜ¢íÜÃÜ' †ÃÜå `ÑÜØÄÜ ‡ÝòÑÜÜ' †Ü ÏÜïÜßÃÜ ÆÜÓ “ÆÜÜ´ÜÜØ.બેજવાબદાર અને નિષ્ઠુર રાજસત્તા સરદાર વલ્લભભાઈ પટેલ જ ેમ ગાંધીજીને ઓળખવા તેમનાં લખાણોને હાથમાં લેવા પડે, એમ સરદાર પટેલને જાણવા-સમજવા હોય તો તેમણે આપેલાં ભાષણોનો આધાર લેવો રહ્યો. સરદાર વાણીથી ખૂબ ખીલ્યા છે. સ્વરાજની લડતમાં તેમણે શાસક પક્ષને ઝાટક્યો છે, તો લોકોની મર્યાદા બતાવી તેમને પણ ટપાર્યા છે. જ્યારે જ્યારે વલ્લભભાઈ પટેલની અસ્ખલિત વાણી વહી છે, ત્યારે ખરા સરદારનો પરિચય આપણને થયો છે. તેમની પુણ્યતિથિ નિમિત્તે એંસી વર્ષ અગાઉ સંયુક્ત પ્રાંતમાં આપેલું તેમનું ભાષણ. … ૧૮૭૫ • ૧૯૫૦

દેશભરમાં ઠેર ઠેર અનેક મનુષ્યો સતત ભૂખમરાથી છે. આવી તાલીમ પામેલા આ જમીનદારો—જ ે

અધમૂઆ પડેલા છે. આ ભૂખ્યા કિસાનો વચ્ચે તેમના જ કરોડો રૂપિયાનો ધુમાડો કરીને દબદબો તથા ઠાઠમાઠ કરવાને માટે જ દિલ્હીની રાજધાની બાંધવામાં આવી છે અને તે પણ એવી જગ્યાએ કે જ ે માત્ર વરસમાં છ મહિના જ કામ લાગે. એક બાજુ આલેશાન, વૈભવપૂર્ણ દબદબાભર્યા રાજમહે લ ઊભા હોય અને બીજી બાજુ કંગાલિયતભરી કિસાનોની ઝૂંપડીઓ આવી હોય એવી, જમીન અને આસમાન જ ેટલું જ ેમાં અંતર હોય એવી બેજવાબદાર અને નિષ્ઠુ ર રાજસત્તાનું, આ યુગમાં તો ક્યાંય અસ્તિત્વ પણ ન હોઈ શકે. આ રાજપ્રાસાદોમાં, પ્રાંતોના લાટસાહે બોની મહે લાતોમાં અને મોટા મોટા હોદ્દેદારોના બંગલાઓમાં દરબાર ભરાય છે. પાર્ટીઓ અપાય છે, ભોજનો, નાચરં ગ અને શરાબબાજી ઊડે છે. આવા અવસર પર આપણા જમીનદારોને ભાવભર્યું આમંત્રણ મળે છે. આ આમંત્રણના બદલામાં, એનાથી પણ વધુ ખર્ચ કરીને એવા જ જલસા ઉડાવવામાં સભ્યતા મનાય છે. આ જલસાઓમાં કોઈને ખ્યાલ સુધ્ધાં નથી આવતો કે આ આબાદી અને વૈભવની પાછળ અનેક ગરીબ કિસાનોનો ભોગ અપાઈ રહ્યો 410

વર્તમાન રાજસત્તાના માત્ર ઝાંખા પ્રતિબિંબ જ ેવા છે, તેમની પાસેથી શી આશા રાખી શકાય? પાશ્ચાત્ય સંસ્કૃતિની તમામ બૂરાઈઓની નકલ કરનારા જમીનદારો ઉપરથી જમીનદારી પ્રથાની પરીક્ષા ન થઈ શકે. એમાંના કેટલાકની સ્થિતિ દયાજનક છે. કેટલાક તો કિસાનોમાં આવેલી જાગૃતિથી અને કેટલાક તો કાર્યકર્તાઓના વિચારો સાંભળીને ભડકી ઊઠે છે. કેટલાક વળી એવું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ રાજ્યની સત્તા ટકે એમાં જ એમની સલામતી રહે લી છે. એક રીતે આ વાત સાચી છે. આવા જમીનદારોનો નિભાવ આવી નિરં કુશ અને પ્રજામતને ઠોકરે ચડાવનારી રાજસત્તામાં જ થઈ શકે. જ્યારે રાજસત્તા લોકમતને જ પોતાની નીતિ સમજતી થશે, એટલે કે જ્યારે પ્રજાનું રાજ થશે ત્યારે એ જ જમીનદારો કિસાનોનો પ્રેમ સંપાદન કરવાની ઇચ્છાવાળા, તેમનાં સુખદુઃખના સાથી બલકે તેમના તરફ સેવાભાવી બનશે. આજના જમીનદારો અને તાલુકદારો આપણા દેશની સંસ્કૃતિની વિશિષ્ટતા રૂપ નથી. આ પુણ્યભૂમિમાં ધનવાનો, જમીનદારો કે સત્તાધીશોની પૂજા કોઈ દિવસ નથી થઈ. ત્યાગી અને તપસ્વીઓનાં ચરણોમાં ધનવાનો, જાગીરદારો [ નવેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


અને સત્તાધીશો શિર ઝૂકાવતા આવ્યા છે. ત્યાગી અને તપસ્વીઓનાં નામ અમર થઈ ગયાં છે અને ગામેગામ, ઘેરેઘેર એમનાં ગુણગાન થઈ રહ્યાં છે. આજ, આ કળિકાળમાં પણ, પાશ્ચાત્ય સંસ્કૃતિની અગ્રણી સત્તાના તેજપ્રવાહમાં તણાયા વિના અથવા એના ભભકાથી અંજાયા વિના, હિં મત અને દૃઢતાથી પોતાની જાગીર અને વતનને જોખમમાં નાખીને, સત્તાની ઇતરાજી વહોરી લઈને અને અનેક જાતનાં સંકટોનો સામનો કરીને, કોઈ કોઈ તાલુકદાર કે જમીનદારે આપણી સેવા કરી આર્યસંસ્કૃતિનો આદર્શ ખડો કર્યો છે. રાજસત્તાનો આદર્શ બદલાતાં જ, આપણા આ જમીનદારો પોતાનો જીવનઆદર્શ બદલીને કરોડો ભૂખે મરતાં ઝૂપડાંવાસીઓની વચ્ચે રહીને, ભોગવૈભવને પાપ સમજશે અને આપણી સેવા કરવા મંડી પડશે. આજ ે પણ, જમીનદારોને પોતાના સ્વાભાવિક પ્રતિનિધિ થવાની સલાહ આપનારી સરકાર, પોતાની ચાલ બદલી નાખે અને કરોડોના અંદાજપત્ર (બજ ેટ)માં કિસાનોનો ભૂખમરો, તેની કેળવણી તથા આરોગ્ય માટેનાં

જરૂરી સાધનોનો સમાવેશ કરવા લાગી જાય અને પ્રજામતને જ પોતાની નીતિ સમજતી થાય તો એ જ જમીનદાર સમજી જશે કે કિસાનોનાં સુખદુઃખનો ખ્યાલ રાખવો તથા તેમની સેવા કરવી એ પોતાની પ્રથમ ફરજ છે. પણ હં ુ આ બાબત મારો મત સાબિત કરવા અહીં નથી આવ્યો. આ અગત્યના સવાલ અંગે, આ પ્રાંતના સાચા આગેવાન પંડિત જવાહરલાલજીની સલાહ જ સાચી માર્ગદર્શક નીવડશે. હં ુ તો કેવળ તેમની ગેરહાજરીમાં તેમના પ્રતિનિધિ માફક, મારી અલ્પ શક્તિ પ્રમાણે તેમના પાછા આવતાં સુધી, તમને તમારું કર્તવ્ય સમજાવી શકું તો મારી ફરજ પૂરી થઈ સમજીશ. છેવટે તો એમના અનુભવોનો નિચોડ જ તમારે માટે સર્વમાન્ય હોવો જોઈએ. કેમ કે એમણે તમારે માટે જ ે સ્વાર્થત્યાગ કર્યો છે, જ ે દુઃખ વેઠ્યાં છે, અને જ ે ભગીરથ પ્રયત્ન કર્યો છે, એટલો કોઈએ નથી કર્યો. તેમની સત્યનિષ્ઠા અને ગરીબો માટે એમના દિલમાં જલતી આગ વિષે દુશ્મનને પણ શક નથી. 

સરદાર પટે લ વિષયક કે ટલાંક પુસ્તકો સરદાર પટેલૹ એક સમર્પિત જીવન રાજમોહન ગાંધી

₨ 500.00

સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન— ૧, ૨ યશવંત દોશી

₨ 400.00

સરદાર પટેલ — પસંદ કરે લો પત્રવ્યવહાર—૧, ૨

₨ 400.00

સરદારની જ ેલડાયરી

₨ 010.00

સરદારની અનુભવવાણી

₨ 060.00

સરદાર વલ્લભભાઈનાં ભાષણો

₨ 400.00

ગુજરાતના શિરછત્ર સરદાર

₨ 060.00

Patelૹ A Life  Rajmohan Gandhi

₨ 500.00

नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]

411


મુ�ક્ત અને ઉત્કર્ષ લીઓ ટૉલ્સ્ટૉય, (અનુ. ચિત્તરં જન વોરા) હજુ આ વર્ષે જ જ ે પુસ્તક ગુજરાતીમાં ઉપલબ્ધ થયું છે અને તેની વાત વારં વાર લોકોને કરવી અને કહે વી ગમે તેવું પુસ્તક બની ચૂક્યું છે. દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન ગાંધીજી પર તે ‘ઊંડી છાપ પાડનાર.’ પુસ્તકનું નામૹ ધ કિંગ્ડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ. ગુજરાતીમાં ગાંધીજીએ તેનું નામ આપ્યું હતું—વૈકુંઠ તારા હૃદયમાં છે. જ ેમ જ ેમ પુસ્તકમાં પ્રવેશીએ તેમ ખ્યાલ આવે કે ગાંધી પર આ પુસ્તક કેમ પ્રભાવ પાડનારું બની રહ્યું. આ પુસ્તકના અનુવાદકનું નિવેદનમાં ચિત્તરં જન વોરા નોંધે છે તેમ, “દરે કને આ ગ્રંથ આદિથી અંત સુધી ઝળહળતી મૌલિકતા વિચારની નવી ક્ષિતિજોની ઝાંખી કરાવ્યા વિના રહે શે નહીં.” એવા આ પુસ્તકમાંથી એક પ્રકરણ, મુક્તિ અને ઉત્કર્ષ. …

માણસના દમનની બાબતમાં ક્રૂરતા ઘણી વધવા નાશની આવશ્યકતા નથી. જીવનની સમજ વડે

પામી છે. તેમાંથી મુક્તિનો કોઈ ઉપાય નથી, સિવાય કે તમામ માણસોમાં જીવન વિશે વધુ ઊંચી કક્ષાની સમજ આવે. માણસજાતિ માટે આ સંદર્ભમાં અઢારસો વર્ષ પહે લાં ઈશુ ખ્રિસ્તના ઉપદેશોમાં એવી સમજ રજૂ કરવામાં આવી. તેને માણસે પોતાની બનાવવાની જરૂર છે. જીવનનું એ દર્શન પોતાનું બને એટલે જાણે પાંખો ફૂટ ે અને પંખી ચારે ય બાજુ ની વાડના ઘેરામાંથી ઊડીને મુક્તિ અનુભવે, તેમ માણસને પણ નવાં દર્શનથી પોતાનાં બંધન આપોઆપ છૂટી જાય અને તે મુક્તિ અનુભવે. તે ઈશ્વરના કાયદા સમજ ે છે અને ઈશ્વરની સત્તા પાળે છે. તેથી તે માણસની સત્તાથી પોતાને સંપૂર્ણ મુક્ત સમજ ે છે. તેના દેહને સ્વતંત્રતાથી વંચિત કરવામાં આવે અને તેને હિં સાથી શારીરિક યાતના આપવામાં આવે તે છતાં પણ તે અંતરાત્માના અવાજ વિરુદ્ધ આચરણ કરશે નહીં અને કોઈ બંધનકર્તા ધમકીને વશ થશે નહીં. તે પ્રભુની ઇચ્છા પાર પાડવાની સભાનતાને લીધે સહન કરવાની શક્તિ મેળવશે. તે આંતરિક દિવ્યતાને અનુસરે છે. તેનો કાયદો પ્રેમનો છે. પ્રેમના કાયદાને જીવનમાં ઉતારીને તે જીવન વિશે નવી સમજ પામે છે તેનાથી તેના જીવનમાં પરિવર્તન આવે છે. જીવનમાં પરિવર્તન માટે બાહ્ય સંઘર્ષ કાયદા કે ચાલુ વ્યવસ્થાઓના 412

એ થાય છે, આંતરિક જીવનમાં પ્રેમની દિવ્યતાને તે વધારે છે. પ્રેમનો કાયદો માણસજાતિના તમામ સંબંધોની આવશ્યકતા સંતોષવા માટે સંપૂર્ણ આધાર છે. તેથી જ તેના વર્તનમાં આંતરિક દિવ્યતાની શાંતિ હશે. પ્રભુ ઈશુએ પોતાના ઉપદેશની ઘોષણા કરનાર માટે નીચે મુજબનાં વર્તનનો સંદેશ આપ્યો છેૹ તે નહીં વાદવિવાદમાં ઊતરે કે નહીં બુમરાણ મચાવે, નહીં કોઈ એનો સાદ શેરીઓમાં સાંભળવા પામે. ધર્મને વિજયી બનાવતા સુધી, ઉઝરડાયેલાં બરુને એ ભાંગી નહીં નાંખે, મંદ પડેલી વાટને પણ એ બુઝાવી નહીં નાંખે. (મેથ્યુ ૧૨ – ૧૯૨૦ એજન)

કોઈ તેના પર હુમલો કરશે તો તેની સાથે તે ઝઘડશે નહીં કે હિં સા નહીં આચરે . હિં સા સામે તેના આવા વર્તનને લીધે તે બાહ્ય સત્તાથી જ નહીં, દુનિયાથી પણ મુક્તિ અનુભવશે એમ પ્રભુ ઈશુએ કહ્યું છેૹ તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે. (જ્હોન ૭ – ૩૨, એજન) [ નવેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


બાહ્ય રીતે પણ વર્તનમાં માણસ ધર્મના સિદ્ધાંતો જાણવા છતાં ટાળે છે. સવાલ પહે લ કરવાનો છે; પોતે બદલીને માનવતા બદલાય, તે સમજવાનો છે. આજની પરિસ્થિતિમાં માણસની હાલત એક ડાળી પર લટકતા મધપૂડામાં રહે લ મધમાખીના ઝુંડ જ ેવી છે. ઝાડ પર રહે લ મધમાખીઓની સ્થિતિ કામચલાઉ છે. તે અચૂક બદલનાર છે. તેમણે આખા ઝુંડમાં જાતે સક્રિય બનીને નવું ઠેકાણું શોધવું પડશે. એમાંની દરે ક માખી આ જાણે છે અને પોતાની તથા અન્ય સૌની સ્થિતિ બદલાય તેમ ઇચ્છે છે, પણ પોતા સિવાયની માખીઓ ખસે નહીં ત્યાં સુધી કોઈ પોતે ખસવા તૈયાર નથી. પણ આખો પૂડો એમ એકાએક ખસી શકે નહીં. કારણ કે દરે ક માખી એકબીજા ઉપર લટકીને રહે લી છે. તેને લીધે તે પૂડાથી અલગ થઈ શકે તેમ નથી, પરિણામે બધી માખીઓ પૂડા ઉપર ચોંટી રહે છે, લટકેલી રહે છે. માખીઓની આવી સ્થિતિમાં બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી એમ લાગે. બરાબર એમ જ દુનિયામાં સામાજિક જીવનની યાતના અને વૈતરાંમાં અટવાયેલા માણસ માટે તેમાંથી છટકવાનો કોઈ માર્ગ નથી. પણ દરે ક માખી અલગ જીવંત જંતુ ન હોત અને તેને બે પાંખ પણ ન હોત તો તો તેને માટે કોઈ માર્ગ પણ ન હોત. માણસને માટે પણ મુક્તિનો કોઈ માર્ગ ન હોત જો તે દરે ક અલગ વ્યક્તિ તરીકે અસ્તિત્વ ન ધરાવતો હોત અને તેનામાં ધર્મના સત્યને સમજવાની ક્ષમતા ન હોત. જ ે ઊડવા સમર્થ છે તે દરે ક માખી જો ઊડશે નહીં તો બીજી પણ એ માટે સક્રિય બનશે નહીં અને આખો પૂડો ખસ્યા વિના જ્યાં છે ત્યાં જ રહે શે. દરે ક માણસ કે જ ે સત્યને સમજ ે છે તે મુજબ પોતાના જીવનમાં પરિવર્તન લાવતાં પહે લાં બીજા માટે રાહ જોઈને બેસી રહે શે તો માનવજાતિની સ્થિતિમાં કદી नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]

પરિવર્તન થવા પામશે જ નહીં. એટલે એક માખી પૂરતું તો એટલું જ બસ છે કે એ પોતાની પાંખો ફે લાવે, ઊંચી ઊઠે ને ઊડી જાય. તો બીજી, ત્રીજી, દસમી, સોમી અને બીજી સેંકડો હજારો માખીઓ પણ એમ જ કરશે. જ ે પૂડો નિષ્ક્રિયતામાં લટકી રહ્યો હતો તે મુક્ત રીતે ઊડતું માખીઓનું ઝુંડ બની ગયો. અને એમ ભલે એક જ માણસ જીવનનાં સત્યનું દર્શન પામે અને તે અનુસાર પોતાના જીવનમાં પરિવર્તન લાવે, તો પછી બીજો, ત્રીજો, સોમો, હજારમો પણ એમ જ કરશે, જ્યાં સુધી જ ે સામાજિક ચક્રની હિં સામાંથી મુક્તિનો કોઈ માર્ગ દેખાતો નહીં હતો તે ચક્ર સદંતર તૂટી ન પડે ત્યાં સુધી આખી માનવજાત પણ એમ જ કરશે. આ રીતે માનવજાત માટે મુક્તિ અતિ વિલંબનો ભોગ બને. તેથી તત્કાલ મુક્તિ કેમ મળે તેનો માર્ગ શોધવો જોઈએ એમ લોકો વિચારે . તેનો અર્થ એ કે મધમાખીએ પોતાની પાંખો હલાવ્યા સિવાય અને એક પછી એક ઊડવાની જરૂર વિના આખેઆખો મધપૂડો કેમ ખસે તે શોધવું જોઈએ. પણ એવું અસંભવ છે. જ્યાં સુધી એક પછી બીજી અને ત્રીજી એમ એક પછી એક મધમાખી ઊડવા ન લાગે તો નવો મધપૂડો બને નહીં અને જીવન છે તેમ જ રહે . તેમ દરે ક વ્યક્તિ સમજીને વિરોધાભાસમાંથી બહાર નીકળે નહીં ત્યાં સુધી પ્રશ્ન હલ થાય નહીં. ગુલામી વડે ફાયદો પામનાર સરકાર નહીં પણ તે માટે અવાજ ઉઠાવનારા સમાજવાદીઓ જ લોકોમાં ગુલામીનો પ્રચાર જોરશોરથી કરે છે, તે આશ્ચર્યજનક છે. આ લોકો મક્કમતાથી પ્રસ્થાપિત કરે છે કે સમાજમાં ફે રફાર અને સુધારણા માણસોના વ્યક્તિગત પ્રયાસથી થશે નહીં; તે તો અમુક લોકો વડે સ્વયંભ–ૂ  સ્વેચ્છાએ સમાજની હિં સક નવરચનાથી 413


થશે. સામાજિક સુધારણામાં લોકોને જ્યાં જવું હોય કે જ્યાં પહોંચવું જોઈએ એમ લાગેલું હોય તે માટે કોઈએ પોતાના પગે ચાલીને જવાની જરૂર નથી, એમ તેઓ કહે છે. તેમના પગ તળે કોઈ પ્રકારે ખાસ ધરતી મૂકવામાં આવશે એટલે એ તેમને પગ હલાવ્યા વિના જ્યાં જવું હશે ત્યાં લઈ જશે. આ મુજબ કોઈએ પોતાની તાકાત હોય ત્યાં સુધી જ્યાં જવું હોય ત્યાં જવા માટે એ વાપરવાની જરૂર નથી. એ તાકાત તેમણે આ કાલ્પનિક ધરતી તૈયાર કરવામાં વાપરવાની છે. પોતે જ્યાં છે ત્યાંથી એક ડગલું પણ કોઈએ જાતે ખસવાની જરૂર નથી. આ સંબંધમાં એક આર્થિક સિદ્ધાંતનો ઉપદેશ આપવામાં આવે છે, કે ‘અતિ ખરાબ તે વધારે સારું ’. કારખાનામાં જ ેમ વધુ મજૂ રો તેમ તેમનું દમન શોષણ પણ જ ેમ વધુ, તેમ તેમની મુક્તિ વધુ નજીક અને તેથી, કારખાનામાં શોષણમાંથી પોતાની મુક્તિ માટે કોઈ પણ માણસનો વ્યક્તિગત પ્રયાસ કરવો નકામો છે. રાજનીતિના સિદ્ધાંતનો પ્રબોધ આપવામાં આવશે કે રાજકીય સત્તા, એમના સિદ્ધાંત મુજબ વ્યક્તિ જીવનનાં તમામ ક્ષેત્રો પર પ્રભુત્વ ધરાવનાર હોય તેવી, જ ેમ વધુ મહાન શક્તિશાળી તેમ વધુ સારું . તેથી વ્યક્તિના જીવનમાં રાજ્યસત્તાનો પ્રવેશ લાગુ કરી દેવો જોઈએ. રાજકીય અને આંતરરાષ્ટ્રીય કારોબારમાં આગ્રહ રાખવામાં આવશે કે વિનાશકારી શસ્ત્રોના વધારાને રસ્તે અને લશ્કરોમાં વધારાને રસ્તે, કૉંગ્રેસો અને વાટાઘાટોનાં મંડળો મારફત નિઃશસ્ત્રીકરણની આવશ્યકતા સુધી પહોંચી શકાશે. જીવનસંબંધી આવી આવી પ્રગતિની વાતો અને તેનું એક એક પગલું તેનાં જૂ ઠાણાનું પ્રમાણ છતું કરે છે, તે હકીકત હોવા છતાં આખી માનવજાતની જડતા એટલી મજબૂત છે કે લોકો બધું માની લે છે. એ ખરે ખર અદ્ભુત કહે વાય! સીધી અને સાદી વાત તો એ છે કે દરે ક 414

માણસે નુકસાનકારક નીવડે તેવું હોય તેનાથી દૂર રહે વું જોઈએ. મનથી સ્વસ્થ દરે ક એમ જ કહે શે. તે સમજમાં આવી શકે તેવું છે. મારે શા માટે રાજ્યની હિં સાને કે તેના લશ્કરને તેની અદાલતોને કે ચર્ચને તાબે થવું જોઈએ? તેમની હિં સાને હં ુ શા માટે સાથ આપું, મારા જ બાંધવોની ગુલામી માટે કે મારા પિતાની કતલ માટે? હં ુ આવું કંઈ કરવા ચાહં ુ નહીં. તે દરે ક રીતે અનૈતિક, અધમ અને નઠારું છે. તે મને દરે ક રીતે નુકસાનકારક છે. અને છતાં એ માટે મને ધમકાવીને બધું કરવા ફરજ પાડવામાં આવશે એમ કોઈ કહે તો, એક એ, કે એવી ધમકી કોઈ મને શા માટે આપે? અને બીજુ ં એ કે મને સ્પષ્ટ સમજાઈ ગયું છે કે જો હં ુ કોઈને પજવું નહીં તો કોઈ મને પજવશે નહીં — સરકાર કે એના હાકેમ પણ નહીં. કદાચ ઊલટુ,ં હં ુ જો એમની આંખ ખોલું તો હં ુ એમની સાથે વર્તું છુ ં તેવું જ તેઓ પણ મારી સાથે વર્તન કરશે, એ સંભવ છે છતાં, ત્રીજુ ં એ કે મારે જો સહન કરવાનું આવે, ન્યાય અને સત્યને હં ુ વળગીને રહં ુ તે ખાતર મને કારાવાસ વેઠવાનો આવે, કે દેશનિકાલ થવું પડે, તો તે વધુ સારું છે એમ હં ુ માનીશ, કેમ કે આજ ે નહીં તો કાલે, બહુ લાંબા સમયને અંતે પણ વિજય તો સત્ય અને ન્યાયનો જ થશે. જો હં ુ ચાહીને મારી ઇચ્છાથી દુષ્ટ માણસની તાબેદારીવાળી જિંદગી જીવવાનું સ્વીકારી લઉં તો દુશ્મન દેશના આક્રમણ વખતે દુશ્મન સામે એક બંદૂક માટે લડતાં લડતાં, ખરાબાની જમીનના એક ટુકડા માટે લડતાં લડતાં કે ધ્વજ નામે ઓળખાતા એક ચીંથરા માટે લડતાં લડતાં પાયમાલ થાઉં, હાથેપગે અપંગ બની જાઉં કે માર્યો જાઉં તે કરતાં વધુ સારું તો એ છે કે સત્ય અને ન્યાયને ખાતર સહન કરવાનું ચાહીને વહોરી લઉં કારાવાસ વેઠુ ં કે મોતને ભેટુ.ં [ નવેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


તે એમની સત્તાનો ઇનકાર કરી શકતા અને સંતો અને દેવદેવતાની આકૃ તિઓને પૂજવાનો ઇનકાર કરી શકાતો. પણ એવા કિસ્સા જ્વલ્લે જ બનતા. મોટે ભાગે રાજ્યની વફાદારી કબૂલ કરી લેવામાં આવતી, પણ તે આખી જિંદગી દરમિયાન કોઈને ક્યાંય વચ્ચે આવતી નહીં. પણ હવે આજ ે એવું નથી. આજ ે અપવાદ વગર તમામે રાજ્ય પ્રત્યેની વફાદારીની સાબિતી જાહે ર કરવી પડે છે. દરે કે જંગલી રીતની ક્રૂરતાવાળી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો પડે છે. અથવા તેનો અસ્વીકાર જણાવવો પડે છે. દેવીદેવતાની પૂજાનો, પ્રતીક-ચિત્રોની પૂજાનો, પોપનો કે ચર્ચનો અસ્વીકાર રાજ્ય માટે કોઈ નોંધપાત્ર બનાવ ન હતો. બધા એમ કરે કે ન કરે , રાજ્ય એવું જ શક્તિશાળી રહે તું હતું. પણ આજ ે ખ્રિસ્તી ધર્મને વિરોધી હોય તેવી રાજ્યની માગણીઓનો નાગરિક જો અસ્વીકાર કરે તો તેને રાજ્યની સત્તાના પાયામાં કરે લા ઘા તરીકે ગણવામાં આવે. ખ્રિસ્તી ધર્મને વિસંગત એવી માગણીઓ માટે પ્રજાની આજ્ઞાધીન તાબેદારી ઉપર જ રાજ્યની તમામ સત્તાનો આધાર છે. તેમાં છેલ્લે ધર્મનિરપેક્ષતા અપનાવેલાં રાજ્ય પણ અપવાદ નથી.

હં ુ જો કહં ુ કેૹ ‘સોટીના ફટકા ખાવાનું મને ગમે નહીં અને હં ુ કોઈને ફટકા મારું નહીં. તમે એમ કરવા માગતા હો તો તમે કરો, હં ુ નહીં કરું .’ કોઈ પણ એવું જ કરે , એમ સીધોસાદો જવાબ હોય; પણ ના. સામાજિક જીવનના ખ્યાલ ધરાવનાર એમ કરવાનું જરૂરી નહીં માને. ઊલટુ ં માણસ ગુલામીમાંથી મુક્તિની વાત કરે તેને માટે તેનાં મનમાં પૂર્વગ્રહ બંધાશે. પોલીસવાળા ખેડૂતમજૂ ર સાથે વર્તે તેવી ડંડાબાજી, ધોકાબાજી વિના સ્વતંત્રતા હાંસલ થવાની નથી એમ તે માને છે અને તેની આવી માન્યતાને લીધે તો ગુલામી જ વધે છે. તે એક ભ્રમમાં જીવે છે અને એ ભ્રમ તેને ગુલામીમાં વધુ જકડે છે. વ્યક્તિગત અલગ અલગ મુક્તિ વડે જ આખા માનવસમાજ માટે સ્વતંત્રતા હાંસલ થશે, તે આજ ે વધુ ને વધુ પ્રતીત થઈ રહ્યું છે. ગુલામીમાં જકડનાર હિં સાનો ઇનકાર કરનાર, ઈશુના ઉપદેશ મુજબ પ્રેમનું આચરણ કરનાર વ્યક્તિઓની સંખ્યા મોટી થતી જાય છે. અને તે રાજ્યની શક્તિ સામે સબળ પ્રતિકાર છે. રોમન સમયમાં ખ્રિસ્તી હોય તે શહે નશાહની કે દેવતાની પૂજાનો ઇનકાર કરી શકતા. મધ્યયુગમાં 

નવજીવનનાં લિયો ટૉલ્સ્ટૉય લિખિત અન્ય પુસ્તકો ટૉલ્સ્ટૉયની 23 વાર્તાઓ અનુ. જિતેન્દ્ર દેસાઈ ટૉલ્સ્ટૉયની 23 વાર્તાઓ (સચિત્ર)   ત્યારે કરીશુ શું?  અનુ. નરહરિ દ્વારકાદાસ પરીખ, પાંડુરંગ વિઠ્ઠલ વળામે ચૂપ નહીં રહે વાય અનુ. ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ

नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]

₨ 150 ₨ 300 ₨ 120 ₨ 150

415


ઈ�ડા જેવડો દાણો! લીઓ ટૉલ્સ્ટૉય “રાજનીતિમાં અને ધર્મનીતિમાં મહાન ક્રાન્તિ સૂચવનાર લોકોત્તર મનીષી ટૉલ્સ્ટૉય, કળા અને સાહિત્યના આદર્શોમાં પણ ક્રાન્તિ કરનારો નીવડ્યો એમાં આશ્ચર્ય શું? ટૉલ્સ્ટૉયની સાહિત્યકળાનો મર્મ એની જીવનકળામાં આપણને જડે છે. ઉમરાવ ખાનદાનમાં જન્મેલો આ મહાત્મા લોકોત્તર જીવનરસિયો હતો. બધી જાતના વિલાસના અનુભવ કર્યા છતાં એની આદર્શનિષ્ઠા દબાઈ ન ગઈ, ચગદાઈ ન ગઈ. ‘જીવનનો અનુભવ લેતો જાય અને જીવનનું રહસ્ય શોધતો જાય’ આ જાતની જીવનસાધનાને અંતે એને જીવનનું જ ે રહસ્ય જડ્યું તે એણે પોતાના જીવનપ્રયોગોમાં અને વિશાળ સાહિત્યમાં નોંધી રાખ્યું છે.” — કાકા કાલેલકર આ વિશાળ સાહિત્યમાંથી જીવનનું રહસ્ય ખોલતી એક વાર્તા. …

રજાના કોઈ એક દિવસે ગામનાં બાળકો રમતાં અને કહ્યુંૹ રમતાં ગામ નજીક આવેલી ટેકરીઓમાં જઈ ચડ્યાં. ત્યાંથી તેમને એક અજાયબ વસ્તુ મળી. આ વસ્તુનો આકાર ઘઉંના દાણા જ ેવો હતો અને તેનું કદ મરઘીના ઈંડા જ ેવડુ ં હતું. રસ્તે પસાર થતા મુસાફરે બાળકોને નજીવી કિંમત આપી તેમની પાસેથી એ વસ્તુ લઈ લીધી અને રાજાને ભેટ આપી. આ અજાયબ વસ્તુના બદલામાં રાજાએ મુસાફરને મોટી બક્ષિસ આપી. રાજાએ પોતાના પંડિતોને બોલાવ્યા અને આ અજાયબ વસ્તુ હકીકતમાં શું છે તે શોધી કાઢવા જણાવ્યું. પંડિતોએ રાતદિવસ એક કર્યાં અને હતાં તેટલાં થોથાં ઉકેલી જોયાં, પણ આ અજાયબ વસ્તુ શી છે, તેનો ભેદ તેઓ પામી શક્યા નહીં. એક દિવસ રાજપંડિત એ વસ્તુ સામે મૂકી તેનો ભેદ ઉકેલવા મથતા હતા ત્યાં ઓચિંતી એક મરઘી આવી ચડી અને ઝડપથી આ વસ્તુ લઈને ભાગી ગઈ. તેણે ચાંચ મારી આ વસ્તુમાં કાણું પાડી નાખ્યું. રાજપંડિતે મહામુશ્કેલીએ મરઘી પાસેથી એ વસ્તુ પડાવી લીધી. ત્યારે તેમને ખબર પડી કે, આ અજાયબ વસ્તુ તો બીજુ ં કશું નહીં, પણ એક ઘઉંનો દાણો જ છે! તેણે બીજા પંડિતોને બોલાવ્યા. બધા પંડિતો ભેગા થઈ રાજા પાસે ગયા

416

‘મહારાજ, આ તો ઘઉંનો દાણો છે!’ આ જાણીને રાજાને વધુ નવાઈ લાગી. તેણે પંડિતોને કહ્યું, ‘આવડો મોટો ઘઉંનો દાણો ક્યાં અને કયે સમયે પાકતો હતો તે તાબડતોબ શોધી કાઢો.’ પંડિતો પાછા કામે લાગ્યા. રાતદિવસ એક કર્યાં. બધાં થોથાં પાછાં ઉથલાવી કાઢ્યાં, પણ ક્યાંય આવડા મોટા ઘઉંના દાણાનો ઉલ્લેખ સરખો મળ્યો નહીં. આખરે તેઓ રાજા પાસે ગયા અને જણાવ્યું, ‘મહારાજ, શાસ્ત્રમાં આવડા મોટા ઘઉંના દાણાનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી.’ એક શાણા પંડિતે રાજાને કહ્યું, ‘મહારાજ, કોઈ ઘરડા ખેડૂતને બોલાવીને તેને આ અંગે પૂછી જુ ઓ. તેના બાપદાદાએ આવો દાણો રોપ્યાની વાત તેણે કદાચ સાંભળી હોય એવું બને.’ રાજાએ ઘરડામાં ઘરડા ખેડૂતને શોધી લાવવા હુકમ કર્યો. સિપાઈઓએ એવા ખેડૂતને શોધી કાઢ્યો અને તેને રાજદરબારમાં હાજર કર્યો. આ ખેડૂતના શરીરે અસંખ્ય કરચલીઓ પડી ગઈ હતી અને તે કેડમાંથી વાંકો વળી ગયો હતો. બે લાકડીને ટેકે ટેકે તે રાજદરબારમાં આવ્યો. રાજાએ તેને દાણો બતાવ્યો પણ ખેડૂતની બંને આંખો ચાલી ગઈ હતી તેથી તે દાણાને જોઈ શક્યો [ નવેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


નહીં. તેણે બે હાથની વચ્ચે દાણાને થોડા વખત સુધી ફે રવ્યા કર્યો અને પછી રાજાને પાછો આપી દીધો. રાજાએ તેને પૂછ્યું, ‘આવડો મોટો ઘઉંનો દાણો કયા મુલકમાં પાકે છે? તમે કદી આવું બી ખરીદેલું કે વાવેલું ખરું ?’ બુઢ્ઢા ખેડૂતે કાન પણ ગુમાવ્યા હતા, એટલે તે રાજાની વાત સાંભળી શકતો નહીં. મહામહે નતે તેને રાજાનો સવાલ સમજાવવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, ‘ના, મહારાજ! મેં મારા ખેતર માટે આવું મોટુ ં બી ખરીદ્યું નથી કે વાવ્યું પણ નથી. અમે જ ે બી ખરીદતા અને વાવતા તે બીનો દાણો આજના ઘઉંના દાણા જ ેવડો જ હતો. પણ તમે મારા બાપાને પૂછી જુ ઓ, તેમને કદાચ આ મરઘીના ઈંડા જ ેવડા મોટા ઘઉંના દાણાની માહિતી હશે.’ રાજાએ આ બુઢ્ઢાના બાપને બોલાવવા માટે માણસો મોકલ્યા અને રાજાના માણસો તેને શોધી લાવ્યા. એક જ લાકડીના ટેકે ચાલતો ચાલતો આ માણસ રાજદરબારમાં દાખલ થયો. રાજાએ તેને દાણો બતાવ્યો. આ ખેડૂતની આંખ હજુ સાબૂત હતી. તેણે દાણાને ફે રવી ફે રવીને જોયો. અને પછી રાજાને પરત કર્યો. ‘બાપજી, આવો દાણો કયા મુલકમાં પાકે છે? આવું મોટુ ં બી ખરીદ્યાનું કે વાવ્યાનું તમને યાદ છે?’ રાજાએ પૂછ્યું. ‘ના મહારાજ, મેં કદી આવું બી વાવ્યું નથી. ખરીદ્યું તો ક્યાંથી હોય? કારણ અમારા જમાનામાં પૈસાનું ચલણ જ નહોતું! દરે ક માણસ પોતાના ખપ પૂરતું અનાજ પકવી લેતો અને જો કોઈને ભીડ પડે તો બધા તેને મદદ કરતા. આવો દાણો કયા મુલકમાં થાય છે તેની પણ મને ખબર નથી. એટલું ખરું કે, અમારા જમાનામાં ઘઉંનો દાણો આજના દાણા કરતાં કંઈક મોટો હતો અને તેમાંથી આજના કરતાં લોટ પણ વધારે નીકળતો. પણ આવડો नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]

મોટો—મરઘીના ઈંડા જ ેવડો—દાણો તો મેં આજ ે જ જોયો.’ આટલું કહીને તે સહે જ અટક્યો. પછી કંઈ યાદ કરતો હોય તેમ તેણે કહ્યું, ‘મહારાજ, મારા બાપા કહે તા હતા કે તેમના જમાનામાં દાણો ઘણો મોટો થતો અને તેમાંથી ઢગલો લોટ નીકળતો. તમે એમને બોલાવીને પૂછી જુ ઓ કે, એવો દાણો કયા મુલકમાં થાય છે.’ બુઢ્ઢા ખેડૂતના બાપ પણ જીવે છે તે સાંભળી રાજાને અને દરબારીઓને ભારે નવાઈ લાગી. રાજાએ તેને તેડવા માટે માણસો મોકલ્યા અને તેઓ તેને બોલાવી લાવ્યા. આટલી મોટી ઉંમરે પણ આ બુઢ્ઢાને ટટ્ટાર ચાલતો જોઈ, દરબારીઓ આશ્ચર્યમાં પડી ગયા. તેનું તેજસ્વી કપાળ, ઝગારા મારતી આંખો અને જુ વાનને પણ શરમાવે તેવી ચાલ જોઈ રાજા પણ પ્રભાવિત થયો. રાજાએ તેને દાણો બતાવ્યો. દાણાને હાથમાં લેતાં જ દાદાજી હસી પડ્યા અને કહ્યું, ‘મહારાજ! આ દાણો તમે ક્યાંથી લાવ્યા? ઘણે વખતે મને આવું બી જોવા મળ્યું!’ આમ કહી તેણે દાણાને સહે જ તોડીને ચાખી જોયો. ‘બરાબર, અમારા જમાનામાં પાકતો તે જ આ દાણો છે.’ તેણે કહ્યું. ‘દાદાજી, આવો દાણો કયા મુલકમાં અને ક્યારે પાકતો હતો? તમે આવું બી ખરીદેલું કે વાવેલું ખરું ?’ રાજાએ પૂછ્યું. ‘અરે મહારાજ, મારા જમાનામાં તો આવડા મોટા દાણાવાળું અનાજ બધે જ પાકતું, જુ વાનીમાં હં ુ આવું જ અનાજ ખાતો અને ખવડાવતો. બધા ખેડૂતો આવું બી વાવતા અને આવું સુંદર ધાન્ય પકવતા.’ દાદાજીએ કહ્યું. ‘દાદાજી, આવું બી તમે બહારથી વેચાતું આણતા કે તમારે ત્યાં જ પાકતું?’ રાજાનો આ સવાલ સાંભળી ખેડૂત હસ્યો અને કહ્યું, ‘અનાજ જ ેવી વસ્તુને વેચવાનું પાપ અમારા 417


જમાનામાં કોઈ નહોતું કરતું. એટલું જ નહીં, પૈસા જ ેવી વસ્તુને અમે જાણતા પણ નહોતા. દરે ક માણસ પોતાના ખપ પૂરતું અનાજ પકવી લેતો.’ ‘તો દાદાજી, તમારાં ખેતર ક્યાં આવેલાં હતાં અને કયા મુલકની જમીનમાં આ દાણો પાકતો?’ રાજાએ અધીરાઈથી પૂછ્યું. ‘આ ધરતીમાતા તે અમારું ખેતર. હં ુ જ ે જમીન ખેડતો ત્યાં મારું ખેતર થઈ જતું. બધી જમીન ઈશ્વરની માલકીની ગણાતી. કોઈ પણ માણસ જમીનની માલકીનો દાવો કરતો નહોતો. માણસ પાસે માત્ર એક જ મૂડી હતી, અને તે શ્રમ—મહે નત.’ ‘મારે હજુ બીજા બે સવાલ પૂછવા છે.’ રાજાએ કહ્યું. ‘પહે લો તો એ કે, તમારા જમાનામાં જ ે ધરતીમાતા આવડો મોટો દાણો આપતી, તે જ ધરતીમાતા આજ ે એટલો મોટો દાણો નથી આપતી તેનું શું કારણ? અને બીજો, તમારા દીકરાના દીકરાને ચાલવા માટે બે લાકડીના ટેકા જોઈએ છે. તમારો દીકરો એક લાકડીને ટેકે ચાલે છે, અને તમે તો આટલી ઉંમરે પણ લાકડીના ટેકા સિવાય

જુ વાનને શરમાવે તે રીતે ચાલો છો. આટલી ઉંમરે પણ તમારી આંખ તેજસ્વી છે, તમારો દાંત સરખો હજુ પડ્યો નથી, તમારા અવાજમાં ઘડપણની જરા પણ ધ્રુજારી નથી, તેનું શું કારણ?’ દાદાજી રાજાના આ સવાલ સાંભળી મીઠુ ં હસ્યા અને પછી કહ્યું, ‘રાજાજી, અમારા સમયમાં ધરતીમાતા જ ેવડો દાણો આપતી તેવડો આજ ે આપતી નથી, કારણ કે માણસે જાતમહે નત પર જીવવું છોડી દીધું છે. આજ ે દરે ક માણસ પારકાની મજૂ રી પર જીવવા માગે છે. અમારાં શરીર આટલાં તંદુરસ્ત રહે તાં; કારણ, અમે ઈશ્વરના કાયદાને માન આપતા. અમારા શરીરનો બાંધો પરસેવાની રોટીથી બંધાયો છે. અમે અમારા પરસેવાની રોટી જ ખાતા અને બીજાનું કંઈ પણ પડાવી લેવાની અમને ઇચ્છા સરખી થતી નહોતી. ત્યારના અને આજના જમાનામાં જ ે કંઈ તફાવત જોવા મળે છે, તે આને જ કારણે છે.’ આમ કહીને દાદાજી રાજાની અને રાજદરબારની રજા લઈ, ટટ્ટાર પગલે ઘર તરફ પાછા વળ્યા. (અનુ.ૹ જિતેન્દ્ર દેસાઈ)

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

ડિસેમ્બર, ૨૦૧૭ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી નરે શભાઈ કાં રાણા, પ્રકાશન વિભાગ, •

જ. તા.  ૦૭– ૧૨ – ’૬૧

શ્રી ગણપતભાઈ દ. પટેલ, બાઇન્ડિંગ વિભાગ,

•  ૧૧– ૧૨ – ’૫૫

સુશ્રી માયાબહે ન હી. શાહ, પ્રેસ કાર્યાલય,

•  ૦૯– ૧૨ – ’૬૩

શ્રી અશોક દ. ભાવસાર, બાઇન્ડિંગ વિભાગ,

•  ૨૧– ૧૨ – ’૫૮

શ્રી રાજેશભાઈ ચં. પટેલ, પ્રેસ કાર્યાલય,

•  ૧૦– ૧૨ – ’૫૫

શ્રી પ્રવીણભાઈ આ. પરમાર, પ્રકાશન વિભાગ,

•  ૩૧– ૧૨ – ’૫૯

શ્રી સુનીલભાઈ ચં. ઉપાધ્યાય, પ્રકાશન વિભાગ, •  ૧૦– ૧૨ – ’૫૭

418

[ નવેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


વર્તમાન �ણ ડૉ. રમેશ આઈ. કાપડિયા વર્તમાન ક્ષણ મહામૂલી છે, તે જાણ સૌ કોઈને છે, પણ જાણકારીને અમલમાં મૂકવાનું કાર્ય કપરું છે. થોડા મનોમંથન સાથે વર્તમાન ક્ષણમાં જીવવાનો લહાવો લેવો હોય તો હૃદયરોગના લબ્ધપ્રતિષ્ઠિત નિષ્ણાત અને સફળ પ્રાધ્યાપક ડૉ. રમેશ કાપડિયા દ્વારા સૂચવાયેલી ફિલસૂફી ઉપયોગી થાય એમ છે. ડૉ. કાપડિયાએ ડૉક્ટર સાથે ફિલસૂફના વિરલ ગુણ જોવા મળે છે અને આરોગ્યનિર્માણ પુસ્તકમાંથી અહીં આપેલું તેમનું લખાણ તેની પુષ્ટિ કરે છે. …

ભૂત કે ભવિષ્ય નહીં પરં તુ વર્તમાન ક્ષણનો મહિમા ભવિષ્યના બીજા વિચારો આપણને વર્તમાન ક્ષણની

એટલા માટે કે અમને તેમાંથી વ્યક્તિની તંદુરસ્તી અંગેનું અદ્ભુત સમીકરણ પ્રાપ્ત થયું છે. વર્તમાન ક્ષણની વિશિષ્ટતા સાત વર્ષથી સતત ચાલતા એવા અમારા શવાસન અને ધ્યાનના પ્રયોગમાંથી સમજાઈ છે. ભૂતકાળના વિચારો અને ભવિષ્ય માટેની આકાંક્ષાઓમાં ડૂ બી જતાં વર્તમાન વીસરી જવાય છે અને વર્તમાન ક્ષણની બધી મજા મરી જાય છે. જો આપણે વર્તમાનમાં રહે તાં શીખીએ તો જીવનનો આનંદ ભરપૂર રીતે માણી શકીએ. વર્તમાનમાં રહીએ તો આપણા વિચાર, શબ્દ અને વર્તન પર અદ્ભુત રીતે કાબૂ મેળવી શકીએ. વર્તમાન ક્ષણમાં રહીને ધ્યાનથી જમીએ તો આપણા માટે શું હિતાવહ નથી એનો પૂરેપૂરો ખ્યાલ રહે અને જ ે જમીએ એનો સ્વાદ અને આનંદ પૂરેપૂરો માણી શકીએ અને વધારે પડતું ખવાઈ પણ ન જાય. વર્તમાનમાં રહે વાની ટેવ પડી એટલે ધ્યાનમાં રહે વાનો મહાવરો પડે. ઘણી વાર આપણે ભૂતકાળનાં સુંદર સ્મરણોને વર્તમાનમાં વાગોળતા હોઈએ છીએ. તો કેટલીક વાર ભવિષ્યમાં પ્રવાસ માટે ઘણી હોંશથી વિચારતા હોઈએ છીએ. પણ એ બધું વર્તમાન ક્ષણની જ પ્રવૃત્તિ બની રહે છે. એટલે એ તનાવ ઉપજાવતી નથી, ઊલટાનો આનંદ આવે છે પણ જ્યારે વર્તમાન ક્ષણની પ્રવૃત્તિ બીજી હોય અને એ સમયે ભૂત અને नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]

પ્રવૃત્તિમાં મગ્ન થતાં રોકે તો એ બરાબર નથી. એટલે ભૂતના વિચારો અને ભવિષ્યની આશાઓ જો આપણી વર્તમાનની પ્રવૃત્તિને પુષ્ટિ આપે તો એ બધું વર્તમાન ક્ષણને માણવાના આનંદમાં વધારો કરે છે. ત્યાં ભૂત, વર્તમાન અને ભવિષ્યનું જોડાણ છે. જ ે ઇચ્છનીય નથી તે એ છે કે ભૂત અને ભવિષ્યના વિચારો તમને વર્તમાનની પ્રવૃત્તિથી અળગા કરે . વર્તમાન ક્ષણને સ્વીકારવી એ તંદુરસ્ત રહે વા માટેનું એક અગત્યનું લક્ષણ સમજાયું છે. વર્તમાન ક્ષણનું નિર્માણ તેની અગાઉ વીતી ગયેલી અગણિત ક્ષણો પર આધારિત છે. હવે પછીથી ઉદ્ભવતી ક્ષણ મહદંશે વર્તમાન ક્ષણનાં વિચાર, વાણી અને વર્તન ઉપર આધારિત હશે એવું સમજાય છે. વર્તમાન ક્ષણમાં આપણા વિચારોમાં અલગતાપણાની ભાવના હશે; કોઈ પ્રત્યે ઘૃણા, અણગમો, તિરસ્કાર, ક્રોધ કે મતભેદ હશે તો આવતી ક્ષણ પણ એવું જ સ્વરૂપ લેશે. વર્તમાન ક્ષણમાં શબ્દો જાણીબૂજીને નિકટતાના કે જોડાણના વાપરીશું અને વિચાર અલગતાના હશે તો આવતી ક્ષણ આપણા વિચારોને અનુસરશે, શબ્દોને નહીં. અને જો આપણા શબ્દો પ્રેમભર્યા અનુકંપાસભર હોય પણ જો આપણા વર્તનમાં કડવાશ હશે, સંકુચિતતા હશે તો આપણી ભવિષ્યની આવતી ક્ષણ આપણા વર્તનને અનુસરશે અને નહીં કે શબ્દોને. 419


ઉદર વચ્ચે છે. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે મધ્યપટ નીચે ખસે છે અને આપણું પેટ ફૂલે છે. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણો મધ્યપટ ઉપર ખસે છે અને પેટ અંદર જાય છે. નવજાત શિશુ ઉદરથી શ્વસન કરે છે. પછી બાળક મોટુ ં થતાં છાતી દ્વારા શ્વસન કરે છે. પ્રૌઢાવસ્થા દરમિયાન મોટા ભાગના લોકો છાતી દ્વારા જ શ્વાસોચ્છ્વાસ લે છે. સામાન્ય રીતે આપણે શ્વાસ અંદર લેવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે છાતી ફૂલે છે પણ ઉદર સંકોચાય છે. આ બરાબર નથી. આ રીતે થતું શ્વસન ઓછુ ં અસરકારક બને છે, કારણ કે ફે ફસાંઓના નીચેના ભાગમાં લોહીનો વધુ પ્રમાણમાં સંચાર થતો હોય છે. ઉદરીય શ્વસનથી ફે ફસાંના નીચેના ભાગમાં યોગ્ય પ્રમાણમાં પ્રાણવાયુ પહોંચે છે. ઉદરીય શ્વસનનો આ શારીરિક લાભ છે. નિદ્રા તથા શિથિલીકરણની સ્થિતિ દરમિયાન શ્વસન પોતાની મેળે જ ઉદરીય બને છે. ચિંતા શ્વસનને ઝડપી બનાવે છે અને તે છાતીથી થતું હોય છે. ઉદરીય શ્વસનથી તનાવમાં ઘટાડો થાય છે. તે ઉદરીય શ્વસન દરમિયાન મગજના તરં ગોના આલ્ફામાં થતા પરિવર્તનથી સિદ્ધ થાય છે.

એટલે આપણા વિચાર અને વર્તનને પ્રેમભર્યા જોડાણ અને ઐક્યની ભાવનાભર્યાં કરીશું તો પછીની ક્ષણ સુખકારી હોવાની શક્યતા વધશે. અગત્યની વાત તો એ છે કે વ્યક્તિ જાગ્રત અવસ્થામાં, મોટા ભાગે વર્તમાન ક્ષણમાં રહે વાને બદલે ભૂતકાળ કે ભવિષ્યની ક્ષણોમાં રાચતી રહે છે. આથી વ્યક્તિ વર્તમાન ક્ષણને પૂરેપૂરી સમજી શકતી નથી. વર્તમાન ક્ષણમાં શ્વાસ સાથે એકરૂપ થઈ જવાની ધ્યાનની પ્રક્રિયામાં વ્યક્તિ ઉપર શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અસર થાય છે. એ ક્ષણમાં વ્યક્તિને સમષ્ટિ સાથેના જોડાણની અનુભૂતિ થાય છે. અનૈચ્છિક રીતે નિરં તર ચાલતા આપણા શ્વાસને એક ક્ષણ માટે જોતાં શીખીએ અને આ શ્વાસનો જો અભ્યાસ કરીએ તો જણાશે કે શ્વાસનો પ્રકાર મનની સ્વસ્થતા કે અસ્વસ્થતાનો નિર્દેશ કરે છે. છાતીથી ચાલતો ઝડપી છીછરો શ્વાસ મનની અસ્વસ્થતાનો નિર્દેશ કરે છે. જ્યારે તદ્દન સ્વસ્થ, શાંતિથી ચાલતો ઉદરીય શ્વાસ મનની સ્વસ્થતા સૂચવે છે. અમારા ધ્યાનના પ્રયોગમાં સૌથી સરળ અને છતાં સૌથી વધારે શક્તિશાળી ઉદરીય શ્વસન છે, કારણ કે તે તનાવ અટકાવવાની એક ઉત્તમ રીત છે. આપણા મધ્યપટ સ્નાયુનું સ્થાન છાતી અને

    

આત્મસ્મરણ એટલે કે અતીત અને ભાવિની ક્ષણભંગુર સૃષ્ટિઓમાં ભટક્યા કર્યા કરતાં વર્તમાન ક્ષણ પર એકાગ્ર થવાની કળા. વર્તમાન ક્ષણમાં જીવવું એટલે, શારીરિક ક્ષમતામાં વધારો, દીર્ઘાયુષ્ય, માંદગીમાં ઘટાડો, વધુ સારી નિદ્રા અને સૌથી વિશેષ તો અધિક સર્જનશીલતા.

—ગુર્જિયેફ (રશિયન રહસ્યવાદી)

દરે ક વસ્તુનો સદુપયોગ કે દુરુપયોગ હોઈ શકે છે. આ નિયમ શરીરને વિશે પણ લાગુ પડે છે. શરીર સ્વાર્થ કે સ્વછંદને સારુ કે બીજાનું બગાડવા સારુ વપરાય તો તેનો દુરુપયોગ થયો. એ જગતમાત્રની સેવા અર્થે વપરાય, તે વડે સંયમ સધાય, તો તેનો સદુપયોગ થયો. મનુષ્ય શરીરને જો આપણે, આત્મા જ ે પરમાત્માનો અંશ છે, તેની ઓળખ કરવા વાપરીએ તો તે આત્માને રહે વાનું મંદિર બને છે. — ગાંધીજી (આરોગ્યની ચાવીમાંથી) 420

[ નવેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ ગાંધીજી માટે આ કાળ ચંપારણમાં નીલરાજ્યના અસ્તરૂપે તીનકઠિયાનો કાયદો રદ કરવામાં મળેલી સફળતાનો, અને અમદાવાદ મિલ-મજૂ ર સત્યાગ્રહના મંડાણનો હતો. એ જ ગાળામાં ગોધરામાં યોજાયેલી ત્રણ દિવસની પહે લી રાજકીય પરિષદમાં ગાંધી પ્રમુખસ્થાન શોભાવે છે અને અહીંયાં ઉપસ્થિત રહે લા હિન્દુસ્તાનના વિવિધ વર્ગો સમક્ષ તત્કાલીન સ્થિતિનો ચિતાર આપે છે. સ્વરાજ મેળવવા સહિત કેટલાક મુદ્દા–કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ, અસ્વચ્છતા, ગોરક્ષા, રે લવેની મુસાફરી વિશે પોતાના વિચારો રજૂ કરે છે. અહીંયાં જ તેઓને વીરમગામની જકાતબારું બંધ થવાના ખુશખબર પણ મળે છે. ગોધરામાં જ યોજાયેલી અન્ય સામાજિક પરિષદમાં અને અત્યંજ પરિષદમાં પણ ગાંધીજી ભાગ લે છે. ગોધરાથી ફરી ચંપારણની વાટ પકડે છે, પટણામાં તેમની સાથે કાયમ માટે મહાદેવભાઈ જોડાય છે, જ ેઓ તેમના આજીવન સાથી બન્યા. ચંપારણ પહોંચીને કેળવણીનું કાર્ય આરં ભાય છે. જ ેના ભાગરૂપે આત્મકથામાં નોંધ્યા મુજબ “સાથીઓ સાથે વિચાર કરી છ ગામડાંમાં પ્રથમ તો બાળકોને સારુ નિશાળો ખોલવાનો ઠરાવ થયો.” રચનાત્મક કાર્યક્રમના પાયા નંખાયા.

નવેમ્બર, ૧૯૧૭

૧ અમદાવાદ. ૨ ગોધરાૹ આવ્યા, ઉતારો દડીવાળાની વાડીએ ૩ ગોધરાૹ રાજકીય પરિષદમાં હાજરી આપવા આવતા લોકમાન્ય ટિળકનો સત્કાર કરવા સ્ટેશને ગયા.  પહે લી ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખપદેથી ભાષણ  પહે લી સંસાર સુધારા પરિષદના પ્રમુખસ્થાન માટે શારદાબહે ન મહે તાના નામની દરખાસ્ત મૂકી. ૪ ગોધરા1 ૹ રાજકીય પરિષદની બેઠક (ચાલુ). પરિષદમાં જાહે ર કર્યું કે વીરમગામની જકાત નીકળી જશે એવા સમાચાર સરકાર તરફથી મળ્યા છે.  ‘હોમરૂલ’ પ્રચારસભામાં   પ્રમુખપદે વક્તા ટિળક.  મોઢ જ્ઞાતિ તરફથી માનપત્ર. ૫ ગોધરાૹ રાજકીય પરિષદ (ચાલુ).  અંત્યજોની સભામાં પ્રમુખસ્થાને; સ્થળ સ્મશાનભૂમિ પાસેનો ઢેડવાડો. ૬ રસ્તામાં. ૭2 પટણાૹ સ્વયંસેવકો લઈને આવ્યા.  ઉતારો

1. આજ ે ગગનવિહારી મહે તાનો પ્રથમ પરિચય થયો. 2. ગાંધીજી જ્યારે મુંબઈ હોય ત્યારે , કેટલાક વખતથી, મહાદેવભાઈ રોજ સાંજ ે એમનું કામ કરતા. ઑગસ્ટ ૧૯૧૭માં એમણે એમની મુંબઈની નોકરી મૂકી દીધી, પછી આડુઅ ં વળું

नवजीवन નો અક્ષરદેહ [ નવેમ્બર ૨૦૧૭]

મઝહર-ઉલ-હકને ત્યાં. ૮ પટણા  મોતીહારી ૯થી ૧૦3 મોતીહારી ૧૧ મુઝફ્ફરપુરૹ હિં દુ-મુસ્લિમ ઐક્ય ઉપર ભાષણ; સ્થળ ધર્મશાળા. ૧૨થી ૧૩ મોતીહારી ૧૪ બેતિયાૹ  બરહરવા-લખનસેનૹ પહે લી શાળા ખોલી. ૧૫ મોતીહારી. ૧૬ મોતીહારી  કોવરી. ૧૭થી ૧૯ મોતીહારી. ૨૦ ભીથારવા. ૨૧ મોતીહારી  બાઢવા. ૨૨થી ૨૪ મોતીહારી. ૨૫ રસ્તામાં. ૨૬ દિલ્હીૹ હિં દી વજીર મૉંટેગ્યુની મુલાકાત. ૨૭ દિલ્હી ૨૮ દિલ્હીૹ  અલીગઢૹ સરઘસ અને સભા. ૨૯ રસ્તામાં. ૩૦ કલકત્તા. કામ કર્યું છેવટે આજથી ગાંધીજી સાથે જોડાયા. 3. દરમિયાન તા. ૧૦મીએ હિં દી વજીર મૉંટેગ્યુ હિં દ આવ્યા. 421


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂટક કિંમત _ 40

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

422

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

રજત અંક છૂટક કિંમત _ 25

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

[ નવેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


‘नवजीवन નો

અ�રદેહ’ના

વિશેષાંકોમાં નવું સીમાચિહ્ ‌ન ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક

૱ ૫૦/-

ગાંધીજી ઉપરાંત રસ્કિન, ટૉલ્સ્ટૉય, હ્યૂગો, ટાગોર, નેહરુ, ટોફલર, કા.કા., કિશોરલાલ, નરહરિ પરીખ, જુ ગતરામ દવે, મામાસાહે બ ફડકે, મોરારજી દેસાઈ, મગનભાઈ દેસાઈ, નાની પાલખીવાળા જ ેવી અનેક વિભૂતિઓના વિચારવિશ્વને જાતે જ ખોલીને તેમના સુધી લઈ જવા પ્રેરતો વિશેષાંક ગાંધીવિચારના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષાનાં ઉત્તમ પુસ્તકો સમાવતો આ વિશેષાંક વ્યક્તિગતથી લઈને સંસ્થાકીય, કોઈ પણ લાઇબ્રેરીમાં હોવા જોઈતાં શ્રેષ્ઠ પુસ્તકો વસાવવા માટે રે ડી રે કનર બની રહે શે. • ૧૦૧ પુસ્તકો • પ૦થી વધુ લેખકો • ૧૩૨ પાનાં • ૹ  પ્રાપ્તિસ્થાનૹ નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પુસ્તક ભંડાર નવજીવનની વેબસાઈટૹ http://www.navajivantrust.org પર પ્રાપ્ય ૪૨૩


પ્રાર્થનાની સફળતાનો સાક્ષાત્કાર ગાંધીજીના શબ્દોમાં

૪૨૪