Navajivanno Akshardeh March 2017

Page 5

એમને મંજૂર નહોતું. એમને મન અન્યાય સામે હાથ જોડીને બેસી રહે નારો માણસ સિતમગરના સાગરીત જ ેવો હતો. જ્યાં હજારો ગામડાંઓમાં હજુ પીવાનું પાણી ન મળતું હોય, જ્યાં લાખો બાળકોને હજુ ગુલામ જ ેવી મજૂ રી કરવી પડે, જ્યાં દાણચોરીનો માલ સુખી લોકોના મોભાનું પ્રતીક બન્યો હોય, જ્યાં કરચોરી કરવાની શક્તિ વેપારકૌશલ કહે વાતી હોય, જ્યાં ગાંધીજીના નજદીકના સાથીઓ પણ સત્તા મળ્યા પછી સામંતશાહી દબદબામાં રચ્યાપચ્યા રહે તા હોય, જ્યાં આમજનતાને સમાજવાદનાં પોલાં સૂત્રોનો કેફ પાવામાં આવતો હોય, અને જ્યાં હરિજનોના આખા ને આખા વસવાટો બાળી નાખવામાં આવતા હોય ત્યાં સામાન્ય માણસ રાજકર્તા વર્ગના શબ્દ પરથી શ્રદ્ધા ગુમાવી બેસે તેમાં અચરજ નથી. આજ ે દેશમાં કાયદો અને વ્યવસ્થાનું તંત્ર લગભગ ભાંગી પડ્યું છે એનું કારણ પ્રજાની આ હતાશા છે. મારી એવી માન્યતા છે કે જ ે સમાજને અન્યાય પચી ગયો હોય ત્યાં સરકારી તંત્ર ખર્ચાળ અને બિનઅસરકારક થઈ જાય છે. ગાંધીજીને તો એવું ભારત જોઈતું હતું કે જ્યાં શાસન ઓછામાં ઓછુ ં હોય અને પ્રજાનો પુરુષાર્થ વધુમાં વધુ હોય. આજ ે આપણે ત્યાં સર્વવ્યાપી શાસન છે, પ્રજાનો પુરુષાર્થ નામનો છે. આ દરદનો કોઈ ઇલાજ છે? ગાંધીજીને આપણે ભલે બારીએ મઢ્યા હોય પણ હજુ તેઓ આપણા માટે પ્રત્યાઘાતોની સચ્ચાઈ ચકાસવાનો પથ્થર મટી ગયા નથી. મને બીક એ છે કે જ ે રીતે આપણે વણસતી પરિસ્થિતિ પ્રત્યે પ્રતિસાદ પાડીએ છીએ તેનું પરિણામ એ આવશે કે આપણાં બાળકો માટે ગાંધીજી એક મજાક બની રહે શે, અને આપણે એક અણમૂલ માનદંડ ગુમાવી બેસીશું. બીજાઓ શું કરે છે એનો વિચાર કરવાનો પણ ગાંધીજી પાસે સમય नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

ન હતો. એ તો સામા પૂરે તરતા. અન્યાયને સભ્ય રીતે બુઠ્ઠો બનાવવાનો કસબ ગાંધીનો મોટામાં મોટા વારસો છે. આ વારસાને જાળવી રાખીએ તો કોઈ ઇલાજ શોધવા જવાની જરૂર નથી. જ્યારે જ્યારે કોઈ પણ અન્યાયનો નક્કર રીતે પ્રતિકાર કરવાની વ્યક્તિગત જવાબદારી લઈએ અને બીજા એમાં જોડાય એની રાહ ન જોઈએ ત્યારે ગાંધીવિચાર આગળ વધે છે. ન્યાયી અને સભ્ય સમાજવ્યવસ્થાનો પાયો પણ આ છે. આ સમાજવ્યવસ્થાને આપણે ગાંધીવાદી કહીએ, ખ્રિસ્તી કહીએ, વૈદિક કહીએ, સમાજવાદી કહીએ કે માર્ક્સવાદી કહીએ — પણ આ એક જ એવી સમાજવ્યવસ્થા છે કે જ ેની જાળવણી વિના ભવ્ય સંસ્કૃતિ પણ ખંડરે બની જાય છે. ઇતિહાસમાં એ નહીં નોંધાય કે આપણે ગાંધીશતાબ્દી દબદબાથી ઊજવી કે જ ેમતેમ ઊજવી; ઇતિહાસને તો એની જ પડી છે કે આપણે આપણા હવાઈ આધ્યાત્મવાદને ધરતી પર લાવ્યા કે નહીં. આ દિશામાં જવા માટે ગાંધીજીએ વિરાટ પુરુષાર્થ કર્યો. એમના જન્મની શતાબ્દીના વર્ષે આપણે એ દિશામાંથી મુખ ન ફે રવી બેસીએ તોયે ગાંધીવિચાર કરમાશે નહીં. [ શિયાળાની સવારનો તડકોમાંથી] 

‘नवजीवनનો અ�રદેહ’માંથી ચૂંટેલી સામગ્રી

(લેખ, કવિતા, પુસ્તક પરિચય) હવે ફે સબુક પર

દર મંગળવારે અને શુક્રવારે follow us on

https://www.facebook.com navajivantrust/

77


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.