Navajivanno Akshardeh March 2017

Page 1

વર્ષૹ ૦૫ અંકૹ ૦૩ સળંગ અંકૹ ૪૭ • માર્ચ ૨૦૧૭

છૂટક કિંમત ઃ _ 15

शिवम्, शांतम्, अद्वैतम ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર અને કાકાસાહે બ કાલેલકર શાંતિનિકેતનમાં આમ્રવૃક્ષ નીચે


વર્ષૹ ૦૫ અંકૹ ૦૩ સળંગ અંકૹ ૪૭ • માર્ચ ૨૦૧૭ છૂ ટક કિંમત ઃ _ 15

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

૧. ગાંધીને બારીએ મઢ્યા . . . . . . . . . . . . . . . . . . . . . . .વાડીલાલ ડગલી. . . . ૭૫ ૨. અનુબંધ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ઇલા ર. ભટ્ટ. . . . ૭૮

કેતન રૂપેરા

૩. ‘ગળીનો ડાઘ’ દૂર કરવાનો સત્યાગ્રહ–૩ . . . . . . . . . . . . . મો. ક. ગાંધી. . . . ૮૩

પરામર્શક

૪. કોમી ત્રિકોણ – ૫. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . પ્યારે લાલ. . . . ૮૮

કપિલ રાવલ સાજસજ્જા

૫. હજુ એક ઇનિંગ્ઝ બાકી હતી. . . . . . . . . . . . . . . . . . . .પ્રકાશ ન. શાહ. . . . ૯૫

અપૂર્વ આશર

૬. શિક્ષણમાં અગ્રેસર ઃ ફિનલૅન્ડ . . . . . . . . . . . . . . . . . .અશ્વિનભાઈ પટેલ. . . . ૯૮

ભાષાશુદ્ધિ

૭. સાર્થ જોડણીકોશની છઠ્ઠી સંવર્ધિત આવૃત્તિનું લોકાર્પણ. . . . . . .પુનિતા હર્ણે. . . ૧૦૧

અશોક પંડ્યા આવરણ ૧

कल्पना चित्र : हेना चक्रवर्ती

૮. ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૧૦૫  ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને. . . . . . . . . . . . . . .. . . . ૧૦૬

આવરણ ૪

ગોરક્ષા અને ગાયની કતલ વિશે મો. ક. ગાંધી [હરિજનબંધુ, ૭, મે ૧૯૫૫] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (12–16)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 12 એ ડિસેમ્બર મહિનો અને 16 એ 2016નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૭૪


ગાંધીને બારીએ મઢ�ા

ગાંધીજીની દોઢસોમી જયંતી પહે લાં

વાડીલાલ ડગલી

૧૯૨૬ • ૧૯૮૫

વર્ષ ૨૦૧૯માં ગાંધીજીની ૧૫૦મી જયંતી (૧૮૬૯-૨૦૧૯) આવી રહી છે. ગાંધીવિચારની વિવિધ સંસ્થા, વિવિધ રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ એજન્સીઓને સાથે લઈને, કેટલેક ઠેકાણે સ્વતંત્રપણે તો કેટલેક ઠેકાણે સરકાર અને સંસ્થા દ્વારા એકમેકના સહયોગથી તેની ઉજવણી કેવી રીતે કરવી તેનાં આયોજનો થઈ રહ્યાં છે, થઈ ગયાં છે. આ પહે લાં વર્ષ ૧૯૬૯માં ગાંધી શતાબ્દીની ઉજવણી આ દેશમાં થઈ ગઈ છે. ૪૮ વર્ષ પહે લાંની ઘટનાને જો ઇતિહાસમાં સમાવી શકાતી હોય તો ઇતિહાસબોધ તરીકે અને ઇતિહાસમાં સમાવી ન શકાતી હોય તો આપણી આગળની પેઢીએ જ ે ભૂલો કરી છે તે —રાષ્ટ્રપિતાનાં સંતાનો તરીકે—આપણે ન કરીએ, તે માટે ગાંધીવિચારના અભ્યાસી, નિબંધકાર અને દેશના અગ્રગણ્ય અર્થશાસ્ત્રી વાડીલાલ ડગલીનો આ અનુભવબોધ. …

ગાંધીજીના અંગ્રેજ અનુયાયી શ્રીમતી મ્યુરિયલ જવા માટે સાઇકલ પર મજલ કરનાર ગાંધીના

લેસ્ટરે એક વાર મને કહ્યુંૹ “તમે હિં દીઓએ તો ગાંધીને તમારી બારીના કાચની બહાર મઢી દીધો છે. માર્ગના જતાં-આવતાં લોકો માને કે ગાંધી અહીં હશે. પણ તમે તેમને એવી રીતે ગોઠવ્યો છે કે તમારા દીવાનખાનામાં એનો પડછાયોયે ન પડે.” ગાંધી શતાબ્દીની દિશાશૂન્ય ધમાલ જોઈને મને શ્રીમતી લેસ્ટરનું લગભગ પચીસ વર્ષ પહે લાંનું વિધાન યાદ આવ્યું. અહીં શુ ચાલે છે? શા માટે ચાલે છે? કોને માટે ચાલે છે? એની કોઈને પડી નથી. લાખો રૂપિયા ખર્ચાય છે, પણ એનો ઉપયોગ એવી રીતે થાય છે કે ગાંધીવિચાર પ્રત્યે નવી પેઢીને અણગમો પેદા થાય. દલીલને ખાતર માની લઈએ કે જ ે થાય છે તે યોગ્ય થાય છે. પણ જ ે થાય છે તે લોકોને પહોંચે છે? ગાંધીજીનાં સુંદર ચિત્રો તૈયાર થયાં છે; એની કિંમત પણ એટલી ઓછી રાખવામાં આવી છે કે કોઈ પણ શાળાનો વિદ્યાર્થી તે ખરીદી શકે. બીજી ઑક્ટોબરે વિદ્યાર્થી ખરીદે એવી શાળાના નિયામકોએ વ્યવસ્થા કરી રાખી. પણ વિદ્યાર્થીઓને ગાંધીચિત્રો પહોંચ્યાં નહીં. વૃદ્ધાવસ્થામાં પણ મોટર બગડી ગઈ એટલે સમયસર नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

સત્તાધીશ વારસદારો વાહન અને નાણાંની પૂરતી સગવડ છતાં ચિત્રોયે સમયસર ન પહોંચાડી શકે? મને કાંઈ ગાંધીતસવીરનો મોહ નથી. આ પ્રસંગ આપણી મનોવૃત્તિનો સૂચક છે એટલે યાદ આવ્યો. આપણને ગાંધી જોઈએ છે, ગાંધીવિચાર જોઈતો નથી. આમ ન હોત તો આપણે ગાંધીશતાબ્દી જુ દી રીતે ઊજવી હોત. ઘેર ઘેર બારીની બહાર ગાંધીને ગોઠવવાની ચિંતા કર્યા કરતાં કોઈ નાનું પણ નક્કર પગલું ભરી ગાંધીજીને સ્મર્યા હોત. લાખો રૂપિયા ગાંધી-ગાડીઓ, પ્રદર્શનો, સમારં ભો, ચિત્રો વગેરેમાં ખર્ચવાને બદલે કોઈ એકાદ જિલ્લાના છેવાડાના નાગરિકોને કઈ રીતે ઊંચા લાવવા એનો નક્કર અખતરો કર્યો હોત. ગાંધીજી કહે તા કે મારે તો એક ડગલું બસ થાય. આનું કારણ એ છે કે એક નક્કર અને પ્રામાણિક પગલામાંથી લોકજુ વાળ ઊભો થાય છે. આપણી મુશ્કેલી એ છે કે આપણે એક પણ ડગલું ભરવું નથી, તાળીઓ જ પાડવી છે. આમાં હં ુ પણ આવી જાઉં છુ .ં આવો ઉદ્વેગ થતો હતો એટલે જ ે આર્થિક સાપ્તાહિકનો હં ુ તંત્રી 75


આપણને ગાંધી જોઈએ છે, ગાંધીવિચાર જોઈતો નથી. . . . આમ ન હોત તો આપણે ગાંધીશતાબ્દી

જુ દી રીતે ઊજવી હોત. ઘેર ઘેર બારીની બહાર

ગાંધીને ગોઠવવાની ચિંતા કર્યા કરતાં કોઈ નાનું પણ નક્કર પગલું ભરી ગાંધીજીને સ્મર્યા હોત. લાખો રૂપિયા ગાંધી-ગાડીઓ, પ્રદર્શનો,

સમારંભો, ચિત્રો વગેરેમાં ખર્ચવાને બદલે કોઈ

એકાદ જિલ્લાના છેવાડાના નાગરિકોને કઈ

રીતે ઊંચા લાવવા એનો નક્કર અખતરો કર્યો હોત

છુ ં તે ‘કૉમર્સે’ એમ ઠરાવ્યું કે ગાંધીશતાબ્દી નિમિત્તે રાષ્ટ્રને વિગત વાર માહિતી આપીએ કે ભારતના ૩૩૭ જિલ્લામાં કયાં કયાં ગામ એવાં છે, જ્યાં પીવાનું પાણી મળતું નથી? આના આર્થિક ઉકેલ વિશે પણ અમે અર્થશાસ્ત્રીઓ અને ઇજનેરો સાથે ચર્ચા શરૂ કરી. અમે રાજ્ય સરકારોને પત્રો લખ્યા. અમારા ખબરપત્રીઓ સરકારી ખાતાંઓમાં ગયા. પણ રાજ્ય સરકારોને જિલ્લા વાર એક એક ગામની પીવાના પાણી વિશેની માહિતી એકઠી કરવાનો સમય ન હતો. એ કરવાને કોઈ તૈયાર થાય તોપણ પ્રધાનો અને રાજનેતાઓ ગાંધીદર્શન ટ્રેનો સજાવે કે પીવાના પાણી જ ેવી મામૂલી વસ્તુને યાદ કરે ? આ પરિસ્થિતિનો એક ખુલાસો મને એ સૂઝે છે કે આપણે ગાંધીજીને સાર્વજનિક અફીણની ગોળી બનાવી દીધા છે. એનો અમલ ચડે અને આપણો ક્ષુબ્ધ અંતરાત્મા પાછો પોઢી જાય. આપણને કોઈ સક્રિયતામાં રસ નથી. ભગવાન કે સરકાર આપણા મોંમા કોળિયો મૂકશે જ એવી આશાથી આપણે જીવી રહ્યા છીએ. આનું પરિણામ એ આવ્યું છે કે આપણા આધ્યાત્મિક દાવા અને રોજબરોજના વ્યવહારનું અંતર વધતું જાય છે. અધ્યાત્મ તો યોગ 76

સાથે જાય, પ્રમાદ સાથે નહીં. દંભ આપણી બધી પ્રવૃત્તિઓનો પ્રાણ બની ગયો છે. આપણને પોતાને શું લાગે છે એની આપણને પડી નથી. આપણે કેવા દેખાશું એ જ ચિંતા આપણી બધી પ્રવૃત્તિઓની નિયામક બની ગઈ છે. આ દંભને કારણે જ કદાચ યુવાનો અકળાઈ જઈને ભાંગફોડ કરી રહ્યા છે; હૈ યા અને હાથ વચ્ચેનું અંતર મનુષ્યના કપાળે લખાયેલું છે. કોઈ સમાજની ગુણવત્તા માપવાનો માપદંડ એ છે કે આ અંતર ઘટાડવાના તે પ્રામાણિક પ્રયત્નો કરે છે કે નહીં? આપણી કરુણતા એ છે કે ગાંધીજી આપણી વચ્ચે જીવી ગયા હતા. તોપણ તેમની તાલાવેલીની છાલક આપણને ઉપર ઉપરથી જ વાગી. આપણે હૈ યા અને હાથ વચ્ચેના અંતરને કોઠે પાડી દીધું છે. ગાંધીજીનું સમગ્ર જીવન આ અંતરને નામશેષ કરવા ખર્ચાયું. અહિં સાના આ ફિરસ્તાએ આથી જ એટલી હદ સુધી કહ્યું કે ભીરુ અહિં સક કરતાં નીડર હિં સાવાદી વધારે સારો. એમને દંભની ચીડ કદાચ એટલા માટે હતી કે દંભ અને સત્ય એક મ્યાનમાં ન રહી શકે. જ્યારે આપણે દંભને શરણે જઈએ છીએ ત્યારે આપણે ખરી રીતે અસત્યને ખોળે બેસીએ છીએ. અસત્ય અને અન્યાય જોડકા ભાઈઓ છે. ગાંધીજીને દંભ પ્રત્યે જ ે તિરસ્કાર હતો તે આ કારણે ઊભો થયો હશે. દંભ એક એવી સામાજિક આબોહવા સરજ ે છે જ ે અન્યાય પ્રત્યે આંખમીંચામણાં કરે છે. આવી આબોહવામાં પ્રજાના આગેવાનો પણ અન્યાય સામે ઊંચી આંખ કરતા નથી. કોઈ સજ્જન માણસના હૃદયમાં અન્યાયનો પ્રત્યાઘાત પડવો જોઈએ અને એ પ્રત્યાઘાતનો ધક્કો હાથપગને લાગવો જોઈએ. આવું કાંઈ અહીં બનતું નથી. મારી દૃષ્ટિએ ગાંધીજીનો મોટામાં મોટો ગુણ એ હતો કે અન્યાયની સામે લાચારીથી જોઈ રહે વાનું [ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


એમને મંજૂર નહોતું. એમને મન અન્યાય સામે હાથ જોડીને બેસી રહે નારો માણસ સિતમગરના સાગરીત જ ેવો હતો. જ્યાં હજારો ગામડાંઓમાં હજુ પીવાનું પાણી ન મળતું હોય, જ્યાં લાખો બાળકોને હજુ ગુલામ જ ેવી મજૂ રી કરવી પડે, જ્યાં દાણચોરીનો માલ સુખી લોકોના મોભાનું પ્રતીક બન્યો હોય, જ્યાં કરચોરી કરવાની શક્તિ વેપારકૌશલ કહે વાતી હોય, જ્યાં ગાંધીજીના નજદીકના સાથીઓ પણ સત્તા મળ્યા પછી સામંતશાહી દબદબામાં રચ્યાપચ્યા રહે તા હોય, જ્યાં આમજનતાને સમાજવાદનાં પોલાં સૂત્રોનો કેફ પાવામાં આવતો હોય, અને જ્યાં હરિજનોના આખા ને આખા વસવાટો બાળી નાખવામાં આવતા હોય ત્યાં સામાન્ય માણસ રાજકર્તા વર્ગના શબ્દ પરથી શ્રદ્ધા ગુમાવી બેસે તેમાં અચરજ નથી. આજ ે દેશમાં કાયદો અને વ્યવસ્થાનું તંત્ર લગભગ ભાંગી પડ્યું છે એનું કારણ પ્રજાની આ હતાશા છે. મારી એવી માન્યતા છે કે જ ે સમાજને અન્યાય પચી ગયો હોય ત્યાં સરકારી તંત્ર ખર્ચાળ અને બિનઅસરકારક થઈ જાય છે. ગાંધીજીને તો એવું ભારત જોઈતું હતું કે જ્યાં શાસન ઓછામાં ઓછુ ં હોય અને પ્રજાનો પુરુષાર્થ વધુમાં વધુ હોય. આજ ે આપણે ત્યાં સર્વવ્યાપી શાસન છે, પ્રજાનો પુરુષાર્થ નામનો છે. આ દરદનો કોઈ ઇલાજ છે? ગાંધીજીને આપણે ભલે બારીએ મઢ્યા હોય પણ હજુ તેઓ આપણા માટે પ્રત્યાઘાતોની સચ્ચાઈ ચકાસવાનો પથ્થર મટી ગયા નથી. મને બીક એ છે કે જ ે રીતે આપણે વણસતી પરિસ્થિતિ પ્રત્યે પ્રતિસાદ પાડીએ છીએ તેનું પરિણામ એ આવશે કે આપણાં બાળકો માટે ગાંધીજી એક મજાક બની રહે શે, અને આપણે એક અણમૂલ માનદંડ ગુમાવી બેસીશું. બીજાઓ શું કરે છે એનો વિચાર કરવાનો પણ ગાંધીજી પાસે સમય नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

ન હતો. એ તો સામા પૂરે તરતા. અન્યાયને સભ્ય રીતે બુઠ્ઠો બનાવવાનો કસબ ગાંધીનો મોટામાં મોટા વારસો છે. આ વારસાને જાળવી રાખીએ તો કોઈ ઇલાજ શોધવા જવાની જરૂર નથી. જ્યારે જ્યારે કોઈ પણ અન્યાયનો નક્કર રીતે પ્રતિકાર કરવાની વ્યક્તિગત જવાબદારી લઈએ અને બીજા એમાં જોડાય એની રાહ ન જોઈએ ત્યારે ગાંધીવિચાર આગળ વધે છે. ન્યાયી અને સભ્ય સમાજવ્યવસ્થાનો પાયો પણ આ છે. આ સમાજવ્યવસ્થાને આપણે ગાંધીવાદી કહીએ, ખ્રિસ્તી કહીએ, વૈદિક કહીએ, સમાજવાદી કહીએ કે માર્ક્સવાદી કહીએ — પણ આ એક જ એવી સમાજવ્યવસ્થા છે કે જ ેની જાળવણી વિના ભવ્ય સંસ્કૃતિ પણ ખંડરે બની જાય છે. ઇતિહાસમાં એ નહીં નોંધાય કે આપણે ગાંધીશતાબ્દી દબદબાથી ઊજવી કે જ ેમતેમ ઊજવી; ઇતિહાસને તો એની જ પડી છે કે આપણે આપણા હવાઈ આધ્યાત્મવાદને ધરતી પર લાવ્યા કે નહીં. આ દિશામાં જવા માટે ગાંધીજીએ વિરાટ પુરુષાર્થ કર્યો. એમના જન્મની શતાબ્દીના વર્ષે આપણે એ દિશામાંથી મુખ ન ફે રવી બેસીએ તોયે ગાંધીવિચાર કરમાશે નહીં. [ શિયાળાની સવારનો તડકોમાંથી] 

‘नवजीवनનો અ�રદેહ’માંથી ચૂંટેલી સામગ્રી

(લેખ, કવિતા, પુસ્તક પરિચય) હવે ફે સબુક પર

દર મંગળવારે અને શુક્રવારે follow us on

https://www.facebook.com navajivantrust/

77


અનુબંધ

જીવન ષ્ટિ

ઇલા ર. ભટ્ટ એક જ જન્મારામાં બધો વિકાસ કરી નાખવાના ઇરાદે પૂરપાટ ઝડપે દોડી રહે લી આપણા જીવનની ‘બુલેટ ટ્રેન’માં કોઈ પાયાની ખામી હોય તો તે કુ દરત સાથેના સંબંધનો અભાવ. નિર્ધારિત સ્થાને પહોંચવા માટે ડબ્બાનું એન્જિન સાથેનું જોડાણ જ ેટલું અનિવાર્ય છે તેટલું જ માણસજાતનું કુ દરત સાથેનું જોડાણ. આ જોડાણ તૂટ ે છે ત્યારે કોઈક કડી ખૂટ ે છે ને જીવન જોખમાય છે. … કઈ રીતે? જાણીએ ગૂજરાત વિદ્યાપીઠના કુ લપતિ અને મહિલા સ્વરાજપથનાં યાત્રી ઇલા ર. ભટ્ટના અનુબંધ—પરસ્પર સંબંધ, એકબીજાથી જુ દું ન પડાય એવો સંબંધ—વિશેના તેમના અનુભવજન્ય ચિંતનમાંથી. …

ધરતીમાંથી પેદા થાય ધરતીમાં સમાય!

ભારતમાં આપણે આપણાં ઘરો સુંવાળાં પીંછાં જ ેવાં ઘાસની બનેલી સાવરણીથી સાફ કરીએ છીએ. તે એક સાવ સાદું સરળ નમ્ર સાધન છે, છતાં તે બનાવવા માટે યોગ્ય જ્ઞાન અને ટૅક્‌નિકલ આવડત જરૂરી છે. સાવરણી માટે અઢાર જાતનાં વિવિધ ઘાસ અને પાંદડાંઓ ગુજરાતમાં વપરાય છે. દરે ક જિલ્લો આ માટે જુ દું જુ દું ઘાસ વાપરે છે અને દરે ક ઘાસની અલગ ઉપયોગિતા હોય છે. ગાયોની ગમાણ

અનુબંધ લેખકૹ ઇલા ર. ભટ્ટ • અનુ.ૹ રક્ષા મ. વ્યાસ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2017 પેપર બૅક સાઇઝૹ 5.5 × 8.5, પાનાંૹ 152 ૱ 150 ISBN 978-81-7229-719-0

78

સાફ કરવા પહોળા તાડના પાનનું ઝાડુ બને છે. ચૂલામાંની રાખ સાફ કરવા આપણને આગનો પ્રતિકાર કરતા ઘાસની સાવરણીની જરૂર હોય છે. લાદીવાળી (ટાઇલ્સની) સપાટી સાફ કરવા એકદમ બારીક ઘાસની જરૂર હોય છે. લીપેલી ભોંય સાફ કરવા બરછટ ઝાડુની જરૂર છે. ચોમાસામાં મહિલાઓ વિવિધ ઘાસને સંઘરી, સૂકવીને પછી તેને છાપરા પર પાથરી રાખે છે. નવી સાવરણીની જરૂર હોય ત્યારે દર બે મહિને જૂ ની સાવરણી ગાયને મોઢે જાય છે અને નવી સાવરણી બાંધે છે. વિવિધ પ્રકારનાં ઘાસ ગામની સહિયારી માલિકી સમા ખરાબાની જમીનમાં ઊગે છે. પર્યાવરણના દૃષ્ટિબિંદુથી જોઈએ તો આ સાવરણી કે ઝાડુ એક ટકાઉ ચીજ છે. તે કુ દરતી રીતે જમીન પર ઊગે છે, ઋતુ અનુસાર તેનો એવી રીતે સંગ્રહ થાય છે કે નથી ધરતીને કે નથી પર્યાવરણને કોઈ નુકસાન થતું. તેનું જીવનચક્ર સરસ રીતે વર્તુળ આકારનું સંપૂર્ણ છે. પ્રકૃ તિમાંથી જન્મીને તે પૂરું ઉપયોગી જીવન જીવે છે અને ઢોરના ચારા તરીકે તે આવશ્યક એવું મરણ પામે છે. પછીના ચોમાસામાં તે વળી નવું જીવન પામે અને આપણી સેવાર્થે પાછુ ં ફરે છે. તેનું પૃથ્વી પરનું કેવું રૂડુ,ં હળવાશભર્યું જીવન, સમાજ અને સંસ્કૃતિમાં વણાયેલું તેનું અસ્તિત્વ અને કુ દરતના ખોળે [ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


અવસાન, પૃથ્વીમાતાના પેટ ે પુન: જનમ અર્થે! અદ્ભુત! મન વિચારે છે કે આપણી આસપાસની અન્ય ચીજવસ્તુઓનાં પણ જીવનચક્ર, મૃત્યુ અને પુનર્જન્મના આવા જ ક્રમ કાં ન હોય! સાવરણીના કિસ્સામાં બને છે તેમ સુતરાઉ સાડલામાં પણ આવું બને છે. સાડલો તે સાડલો મટી ગયા પછી પણ આગળ બીજાં અનેક રૂપે જીવન જીવે છે. તે ગોદડીમાં કે બાળકના બળોતિયામાં રૂપાંતર પામે છે, તેના ચીંથરા જ ેવા ટુકડા ઘરની સાફસૂફીમાં કામ લાગે છે. તેવું જ માટલાનું છે. માટીના માટલાની વાત કરીએ, તે વજનમાં હલકું

અને છિદ્રાળુ છે, તે સાજુ ં હોય ત્યાં સુધી પાણી ઠંડુ ં કરે અને છેલ્લે ધરતીમાં ભળી જઈને ગૌરવભર્યો અંત પામે. આવી મહત્ત્વની વસ્તુ બનાવનાર કુંભાર પ્રાકૃ તિક જગતનું સમૃદ્ધ જ્ઞાન ધરાવે છે, ટકાઉ સંગ્રહની પદ્ધતિથી તે કામ કરે છે. આવી સમાજોપયોગી જીવંત મહત્ત્વની ચીજવસ્તુઓ બનાવનાર કુંભાર પ્રાકૃ તિક સૃષ્ટિનું ઊંચું જ્ઞાન ધરાવે છે, સૃષ્ટિ સંતુલનને ખ્યાલમાં રાખીને ખપ પૂરતી જીવનજરૂરિયાતની પાયાની વસ્તુઓનું સર્જન કરે છે. આ જ વસ્તુઓ તેનો જીવનક્રમ પૂરો થતાં ફરી સૃષ્ટિમાં ભળી જાય છે.

તપાસો આધુનિક સાધનોને!

મોટરગાડીઓ, સેલફોન અને કમ્પ્યૂટર જ ેવાં આપણા આધુનિક જીવનનાં સાધનોની બાબતમાં શું સ્થિતિ છે? આપણે તેને પેદા કરીએ છીએ, આપણે તેને ચાહીએ છીએ, તે સાધનની આવડત અને ઝડપથી આશ્ચર્યચકિત થઈએ છીએ. આવાં સાધનો વિના આપણે આજ લગી કેવી રીતે જીવી જ શક્યા તેની નવાઈ લાગે છે. પણ હા, તે સાધનો જૂ નાં થાય છે ત્યારે યા જૂ ની ફૅ શનનાં બની જાય છે ત્યારે યા એક વાર તેનો ખપ પૂરો થાય છે ત્યારે આપણે તે સાધનો વાપરવાનું બંધ કરીએ છીએ. એવા સમયે તેનો અંત કેવો હોય છે! તેમાંના ધાતુ જ ેવા કેટલાક ભાગો જ ે પ્રકૃ તિમાંથી આવ્યા છે તે

ફરીને બીજુ ં જીવનચક્ર પામવા જતા હશે પણ તે સિવાયના અન્ય ભાગોનું શું? બીજી રીતે જોઈએ તો પ્લાસ્ટિકના ભાગોનું સહે લાઈથી વિઘટન થતું નથી. તે પડ્યા રહે છે અને નવો કચરો ઊભો કરે છે અને ઝેરી કાટમાળ તરીકે તે કશાયે ઉપયોગ વિનાનો પડ્યો રહે છે. આમ ફોન કે વૅક્યૂમ ક્લીનર જીવનચક્ર ન ધરાવતી પેદાશો છે, તે આ ટૂ કં ું-ટચ, સાવ સીધી લીટી જ ેવું જીવન જીવે છે અને એવા તબક્કામાં પ્રવેશે છે કે તેને નથી તો જીવન હોતું કે નથી તો મૃત્યુ હોતું. ધરતીમાતા તેને બચાવી પણ નથી શકતી કે પચાવી પણ નથી શકતી.

અનુબંધ: વિશ્વ સાથેનો સંબંધ

આમ જોઈએ તો, સમસ્યા આ ઉત્પાદનો સાથે નથી. તેનાથી અવશ્ય આપણું જીવન સમૃદ્ધ બને છે. સવાલ તો આપણો તેની સાથેનો સંબંધ, એ છે. આપણે જ ે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ અને જ ે વસ્તુની વપરાશ કરીએ છીએ તેનાથી પ્રતિક્રિયાઓ અને પ્રત્યાઘાતોની કડીઓની હારમાળા नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

રચાય છે અને તે આપણી આસપાસના જગતને પ્રભાવિત કર્યા વિના રહે તી નથી. તેને જીવનચક્રની એક કડી તરીકે આપણે મૂકીએ ત્યારે સારા કે નરસા એવા કોઈ પણ કારણસર તેનો આપણા જગતમાં સમાવેશ કરીએ છીએ અને કરતા રહીએ છીએ, તેને કાયમી બનાવીએ છીએ. સૃષ્ટિ સાથેના 79


સમય જતાં, ખાદીને ટે કો આપવાની ગાંધીજીની સલાહને આપણે નર્યા શાબ્દિક અર્થમાં જ લીધી છે. આપણે ખાદીનું હાર્દ, તેમાં રહે લ વિશ્વ- ષ્ટિ,

માનવશ્રમનો વિચાર, સ્વયંપર્યાપ્તતા, રોજગારી, ટકાઉપણું અને સ્થાનિક સ્વાયત્તતાના ખાદીના હે તુ વિસારે પાડ્યા છે

આ કડીરૂપ સંબંધોને હં ુ ‘અનુબંધ’ કહં ુ છુ .ં અનુબંધ1 શબ્દ સંસ્કૃતનો છે. ‘અનુ’ એટલે અનુસરવું અને ‘બંધ’ એટલે બંધન બાંધતું જોડાણ, સંબધ ં . અનુબધ ં આપણને પારસ્પરિક આંતરજોડાણની કડીઓને અનુસરવા, સમગ્રતાની ભાવના સાથે જોડવા પ્રેરે છે. આપણું વિશ્વ શા માટે અને કેવી રીતે પરિવર્તન પામે છે તેમ જ આપણે કેવી રીતે આ પરિવર્તનના એજન્ટ અથવા વાહક છીએ તે આપણને કેટલાંક આશ્ચર્યજનક સત્યો તરફ દોરી જાય છે. આંબાનું વૃક્ષ માત્ર તેનાં ફળ કે લાકડાં માટેનો 1. આ શબ્દ સૌ પહે લાં ૧૯૩૭માં ‘નઈ તાલીમ’ના રાષ્ટ્રીય અધિવેશનમાં વપરાયો હતો એવું જાણવા મળે છે. સ્વતંત્ર ભારતમાં શિક્ષણ કેવું હશે તે અંગેની રચાયેલી સમિતિમાં અધ્યક્ષસ્થાનેથી ડૉ. ઝાકિરહુસેને ‘કો-રિલેશન’ અંગ્રેજી શબ્દ વાપર્યો હતો. વિનોબા ભાવે અને કાકા કાલેલકર જ ેવા વિદ્વાનોમાંથી કોઈએ ભગવદ્ગીતાના (અધ્યાય ૧૮, શ્લોક ૨૫) એક શ્લોકમાં આવતા ‘અનુબંધ’ને ‘કો-રિલેશન’ માટે અપનાવ્યો હોય, તેવું બન્યું હોય. ‘અનુબંધ’ શબ્દ આમ તો શિક્ષણપ્રથાના સંદર્ભમાં વપરાતો આવ્યો છે. પીઢ ગાંધીવિચારક અને અમદાવાદસ્થિત ગૂજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુ લપતિ શ્રી નારાયણ દેસાઈએ આ શબ્દને ‘જીવનમાંથી પ્રાપ્ત થતું શિક્ષણ’ના અર્થમાં વાપર્યો છે. મઝાની વાત એ છે કે ગાંધીજીએ ‘અનુબંધ’ શબ્દ વાપર્યો જાણ્યો નથી. 80

સ્રોત નથી. તેનું ફળ — કેરી જ ેવી વ્યવસાયલક્ષી પેદાશો આપે છે તે કરતાં ઘણી વધારે અન્ય ભેટો આપણને આપે છે, તેથી તે ઘણું ઉપયોગી છે. ઉનાળાની આકરી ગરમીના દિવસોમાં તે આપણને છાંયો આપે છે અને વરસાદમાં છત પૂરી પાડે છે. અન્ય કેટલાંક વૃક્ષોનાં મૂળિયાં ઉપયોગમાં લઈને આપણે તેમાંથી ઔષધો કે રં ગો કે ખરબચડાં દોરી-દોરડાં બનાવીએ છીએ. કેટલાંક વૃક્ષોનાં પાંદડાં પશુઓનો યા રે શમના કીડાઓનો ખોરાક બને છે. કેટલાંક પાંદડાંમાંથી થાળી કે વાડકા બને છે. કેટલાંકને વાળીને તેમાંથી બીડીઓ બનાવાય છે. વૃક્ષો, પશુ-પંખીઓ, ઝીણા જંતુ કે જીવજંતુઓ માટે, લીલ કે ફૂગ માટે આરામ મેળવવાનું સ્થાન બને છે યા તેમના માળા માટે ઉપયોગી બને છે. વૃક્ષ જમીનની અંદરના પાણીનો સંગ્રહ કરે છે તેમ જ માટી, ખાતર કે ફૂગ દ્વારા જમીનને સમૃદ્ધ કરે છે. વૃક્ષોના આવા ઘણા બધા તેમ જ બીજા જુ દા જુ દા ઉપયોગો છે તે આપણે કેમ ભૂલી જઈએ છીએ? આથી જ્યારે આપણે લાકડાં માટે વૃક્ષ કાપવાનું વિચારીએ ત્યારે બીજા જીવો અને મનુષ્યો પર તેની શી અસર થશે તેમ જ આપણા આવાં કાર્યોનાં ક્રમિક પરિણામોથી આપણે વાકેફ અને માહિતગાર હોવા જ જોઈએ. આમ કરવાથી આપણી દરે ક પ્રવૃત્તિને સમગ્રતાની નજરે જોવા-વિચારવાની અને તેનાં પરિણામોનો સમતોલ વિચાર કરવાની ટેવ પડે છે. જો આપણે વૃક્ષને માત્ર વસ્તુના એક વિનિમય સ્રોત તરીકે જોઈએ તો આપણે આવી બાબતોનાં પરિણામો અંગે આંખો મીંચી દઈ શકીએ, પણ તેમ બનતું નથી. વાસ્તવમાં સમુદ્રની લહે રોની જ ેમ અન્યોન્ય સારી કે માઠી અસર થયા વગર રહે તી નથી. વૃક્ષના કિસ્સામાં બને છે તેમ આપણા જીવનની દરે ક બાબત વિશે બને. ગાયનો વિચાર કરીએ. ગાય એ માત્ર દૂધનો સ્રોત નથી. તે આપણને માંસ, [ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ચામડુ,ં ખાતર અને વાછરડાં પૂરાં પાડે છે. તે ગાડુ ં ખેંચે છે અને જમીન પણ ખેડ ે છે તેમ જ પાણીનો રેં ટ પણ ચલાવે છે. એ મને માતૃત્વની યાદ અપાવે છે. વળી, કૃ ષ્ણની અને ઋગ્વેદની ઋચાઓની યાદ અપાવે છે. ભારતમાં ગાયની હસ્તી સાંસ્કૃતિક છે, જ ે અન્ય દેશોમાં હોય કે ન પણ હોય. જ્યારે પશુધન સાથેનાં આપણાં બંધનોને વિચારીએ ત્યારે આપણે માંસ અને ડેરીઉદ્યોગને નવી નજરે જોઈએ

છીએ. ઘાસિયા જમીનને આપણે જુ દી રીતે જોઈએ છીએ. પશુપાલકોને આપણે સંબંધોની રીતે જોઈએ છીએ. પ્રકૃ તિમાં આપણાથી ગાય કોઈ અલગ નથી પણ આપણા પરસ્પર અસ્તિત્વનો જ એક ભાગ છે. તેની પેદાશોની વાત હોય કે માણસોની વાત હોય પણ દરે ક વસ્તુ અરસપરસ કેવી જોડાયેલી છે, તે સમજાતું જાય છે.

ખાદી એક અનોખી ચીજ

ખાદી મને પ્યારી છે. હં ુ હાથે કાંતેલી, પારં પરિક ખાદી પહે રું છુ .ં ખાદી હાથથી કાંતેલું વણેલું સુતરાઉ કાપડ છે જ ેને મારી કિશોરાવસ્થાથી હં ુ જાણું છુ ં કે તે ખાદી પૂરા ભારતમાં બને છે. ત્યાર બાદ ખાદી ભારતની સ્વતંત્રતાની લડતનું પ્રતીક બની. ગાંધીજીએ જ્યારે સ્વાતંત્ર્યસેનાનીઓને રૂ કાંતવા અને ખાદી પહે રવા પ્રોત્સાહિત કર્યા ત્યારે તેમણે માન્ચેસ્ટરમાં બનેલા (મેઇડ ઇન માન્ચેસ્ટર) કપડાં વિરુદ્ધ એક ચોક્કસ અભિગમ લીધો અને તેમણે ક્રાંતિકારી વિધાન કર્યું. ખાદી પહે રવાનું પસંદ કરીને પૂરા ભારતમાં તેમણે લાખો ખાદી કાંતનાર અને વણનારાઓને ભરણપોષણનો આધાર પૂરો પાડ્યો. યંત્ર ઉત્પાદિત આયાતી કાપડના બદલે તેમણે ગ્રામીણ કારીગરોના હાથમાં સત્તા સોંપી અને સ્થાનિક અર્થતંત્રને સધ્ધરતા પૂરી પાડી. તેઓ શહે રી પ્રજાને તેમનાં આ ગ્રામીણ ભાઈબહે નોનાં જીવન સધ્ધર કરવા અર્થે પ્રોત્સાહિત કરી રહ્યા હતા. એમ ખાદી ખરીદવાની શરૂઆત થઈ. પરિણામે સો રૂપિયાની ખાદી ખરીદીએ તેમાંથી ૮૦ રૂપિયા ગ્રામીણ ઉત્પાદકના હાથમાં પહોંચતા થયા. આજ ે આ પ્રમાણ થોડુ ં બદલાયું હશે. સારાંશ એટલો જ કે ખાદી પહે રીને આપણે કાંતનારને, વણનારને અને હાથથી કામ કરનાર હાથકારીગરોને, नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

ઉપરાંત કપાસ ઉગાડનાર ખેડૂત અને તેના શ્રમિકોને સન્માનિત કરીએ છીએ. એથી આપણે સ્થાનિક ગ્રામીણ અર્થતંત્રમાં નાણાં ફરતાં કરીએ છીએ. સમય જતાં, ખાદીને ટેકો આપવાની ગાંધીજીની સલાહને આપણે નર્યા શાબ્દિક અર્થમાં જ લીધી છે. આપણે ખાદીનું હાર્દ, તેમાં રહે લ વિશ્વ-દૃષ્ટિ, માનવશ્રમનો વિચાર, સ્વયંપર્યાપ્તતા, રોજગારી, ટકાઉપણું અને સ્થાનિક સ્વાયત્તતાના ખાદીના હે તુ વિસારે પાડ્યા છે. જો ઉપરના દૃષ્ટિબિંદુથી પ્રેરાઈને ખાદીનો વિચાર કરીએ તો જીવનનાં તમામ ક્ષેત્રોમાં ખાદી આપણે પ્રસ્થાપિત કરી શકીએ. આપણા વિશ્વમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓમાં ખાદી એક અનોખી ચીજ છે. તમામ હસ્તઉદ્યોગો ઘણે અંશે ખાદી જ ેવા છે. કુંભારો, સુથારો, વણકરો, રં ગારા, ભરતકામ કરનારા અને અન્ય વ્યવસાયવાળા હાથકામ કરે છે. તેમાંના મોટા ભાગના વિશ્વભરમાં ગરીબ છે અને સમાજના છેવાડે જીવતા લોક છે. તેઓ ભારે કુ શળ કારીગરો છે, તેઓ પેઢીઓ જૂ ની જ્ઞાનપરં પરા ધરાવે છે. તેમના દેશની સાંસ્કૃતિક અસ્મિતાને તેઓ જીવંત રાખે છે. ખેદ છે કે મોટા ભાગનાં ગ્રામીણ અર્થતંત્રો પર શહે રી, ઔદ્યોગિક વિશ્વ પાયમાલી વરસાવી રહ્યું છે. હાથના ઉદ્યોગનું જ ે કૌશલ્ય 81


આપણા દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને ટેકો આપીએ છીએ. આપણે પ્રદૂષણમુક્ત, શાંતિની ચાહનાને, પર્યાવરણને પોષક સ્થાનિક, ટકાઉ વિકાસને મદદ કરીએ છીએ. ઉપરાંત, બિનઔદ્યોગિક ઉત્પાદનપ્રણાલીઓને પણ આપણા અર્થતંત્રમાં સમાન સ્થાન છે તે હકીકત છે. આપણે એમ કહીએ કે પરં પરાગત ઉદ્યોગો આપણો ભૂતકાળ નથી, તે આપણું ભાવિ પણ છે. હં ુ ટૅક્‌નૉલૉજીની વિરોધી નથી, હં ુ ટૅક્‌નૉલૉજી તરફી છુ .ં તેનાથી લોકો સારી રીતે શક્તિમાન બને છે, તેમાં માનવીય અને પર્યાવરણીય જરૂરિયાતોને સ્થાન હોય છે. હં ુ ઘડિયાળના કાંટા પાછા ફે રવવાનો પ્રયત્ન કરતી નથી કે નથી તો પૂર્વ-ઔદ્યોગિક જીવનશૈલીમાં પાછા ફરવાની વાત કરતી. તે તો અર્થહીન છે, નિરર્થક છે, બિનઉપજાઉ છે. આધુનિક જીવનશૈલીને અનુરૂપ ઘણી સારી બાબતો તેમાં છે. હં ુ અહીં ભૂતકાળમાંથી કંઈક શીખીને ભૂતકાલીન વલણો, માળખાંઓ અને જાળમાળખા (નેટવર્ક)માંથી આધુનિક શૈલી સાથે મેળ બેસાડતી બાબતોને ચાહં ુ છુ .ં હં ુ પેઢી દર પેઢીથી ટકેલાં જ્ઞાન અને કૌશલ્યને પ્રોત્સાહન પૂરું પાડવામાં માનું છુ .ં જ ેથી આપણી સાંસ્કૃતિક વિરાસત આપણા રોજના જીવનમાં અર્થપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી શકે.

આપણે ગ્રાહકો તરીકે હસ્તઉદ્યોગની ચીજવસ્તુઓ ખરીદીએ ત્યારે આપણે ગ્રામીણ હસ્તઉદ્યોગોમાં

જોડાયેલી મહિલાઓને તેમના સશક્તીકરણમાં

મદદરૂપ થઈએ છીએ. આપણે આપણા દેશની

સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને ટે કો આપીએ છીએ. આપણે

પ્રદૂષણમુક્ત,

શાંતિની

ચાહનાને,

પર્યાવરણને પોષક સ્થાનિક, ટકાઉ વિકાસને મદદ કરીએ છીએ

મેળવતાં પેઢીઓ લાગે છે તેનો રાતોરાત વિનાશ કરે છે; કારણ, હસ્તઉદ્યોગો પર નભતાં સ્ત્રીપુરુષો નવી પરિસ્થિતિમાં તેમના વ્યવસાય પર નભી શકતાં નથી. તેમને અર્થતંત્રના પિરામિડના તળિયે બિનકુ શળ શ્રમિકો તરીકે જીવવાની ફરજ પડે છે. ભારતમાં હો કે અફઘાનિસ્તાનમાં, બાંગલાદેશ કે પાકિસ્તાનમાં હો — ગ્રામીણ હસ્તઉદ્યોગોના કારીગરોની દુર્દશા બધે સરખી છે. આથી, આપણે ગ્રાહકો તરીકે હસ્તઉદ્યોગની ચીજવસ્તુઓ ખરીદીએ ત્યારે આપણે ગ્રામીણ હસ્તઉદ્યોગોમાં જોડાયેલી મહિલાઓને તેમના સશક્તીકરણમાં મદદરૂપ થઈએ છીએ. આપણે

[અનુબંધ માંથી, ક્રમશઃ]

ઇલા ર. ભટ્ટ લિખિત કે ટલાંક પુસ્તકો

We are poor but so many The story of self-employed women in India, Oxford University Press મારી બહે નો સ્વરાજ લેવું સહે લ છે. ઇન્ડિયન એકેડમી ફૉર સેલ્ફ એમ્પલોઇડ વિમેન

82

મહાત્માની છાયામાં નવજીવન

₨ 150

Anubandh Navajivan

₨ 150

अनुबंध નવજીવન અનુ. નીલમ ગુપ્તા

₨ 150

[ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


‘ગળીનો ડાઘ’ દૂર કરવાનો સત્યાગ્રહ–૩

ચંપારણ સત્યાગ્રહ શતાબ્દી

મો. ક. ગાંધી ગતાંકથી ચાલુ …

સાથીઓ

બ્રજકિશોરબાબુ અને રાજ ેન્દ્રબાબુ તો અદ્વિતીય બિહારીના કરતાં પણ વધારે બિહારી હતા. એવા

જોડી હતા. તેમના વિના હં ુ એક પણ ડગલું આગળ ન જઈ શકું એવો પોતાના પ્રેમથી તેમણે મને અપંગ બનાવી મૂક્યો હતો. તેમના શિષ્યો કહો કે સાથીઓ એવા શંભુબાબુ, અનુગ્રહબાબુ, ધરણીબાબુ અને રામનવમીબાબુ, આ વકીલો લગભગ નિરં તર સાથે જ રહે તા. વિંધ્યાબાબુ અને જનકધારીબાબુ પણ વખતોવખત રહે તા. આ તો થયો બિહારી સંઘ. તેમનું મુખ્ય કામ લોકોની જુ બાનીઓ લેવાનું હતું. અધ્યાપક કૃ પલાનીથી આમાં જોડાયા વિના રહે વાય એમ જ નહોતું. જાતે સિંધી છતાં તે ચંપારણ જનકરાજાની ભૂમિ ગળીનાં ખેતરો તીનકઠિયાનો રિવાજ રાજકુ માર શુક્લ ગળીનો ડાઘ ખેડૂતોનાં દુ:ખ બ્રજકિશોરબાબુ રાજ ેન્દ્રપ્રસાદ આચાર્ય કૃ પલાની બિહારી સરળતા મોતીહારી ધરણીધરપ્રસાદ ૧૪૪મી કલમ જનસેવા અને દેશસેવા કલેક્ટર મિ. હે કોક શિક્ષણ ગ્રામસફાઈ નીલવરો તરફથી ઝેરી હિલચાલ ગ્રામસેવા જનસેવા અને દેશસેવા અહિં સાદેવીનો સાક્ષાત્કાર ખેડૂતોની ઊલટતપાસ બાબાસાહે બ મેમણ પુંડલીક અવંતિકાબાઈ ગોખલે આનંદીબાઈ છોટેલાલ સુરેન્દ્રનાથ દેવદાસ મહાદેવ દેસાઈ નરહરિ પરીખ કસ્તૂરબાઈ સવિનયભંગનો પહે લો પદાર્થપાઠ નીલવર રાજ્યનો અસ્ત ચંપારણ જનકરાજાની ભૂમિ ગળીનાં ખેતરો તીનકઠિયાનો રિવાજ રાજકુ માર શુક્લ ગળીનો ડાઘ ખેડૂતોનાં દુ:ખ બ્રજકિશોરબાબુ રાજ ેન્દ્રપ્રસાદ આચાર્ય કૃ પલાની બિહારી સરળતા મોતીહારી ધરણીધરપ્રસાદ ૧૪૪મી કલમ જનસેવા અને દેશસેવા કલેક્ટર મિ. હે કોક શિક્ષણ ગ્રામસફાઈ નીલવરો તરફથી ઝેરી હિલચાલ ગ્રામસેવા જનસેવા અને

ચંપારણ અને ખેડા સત્યાગ્રહ દરમિયાન મો. ક. ગાંધી અને ચંપારણ સત્યાગ્રહ માટે તેમનો પકડનાર ખેડૂત રાજકુ માર શુક્લ

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

થોડા સેવકોને મેં જોયા છે જ ેમની શક્તિ જ ે પ્રાંતમાં જાય તેમાં પૂર્ણતાએ ભળી જવાની હોય ને પોતે જુ દા પ્રાંતના છે એવું કોઈને જાણવા ન દે. એમાંના કૃ પલાની એક છે. તેમનો મુખ્ય ધંધો દ્વારપાળનો હતો. દર્શન કરનારાઓથી મને બચાવી લેવામાં તેમણે જિંદગીની સાર્થકતા આ સમયે માની લીધી હતી. કોઈને વિનોદથી મારી પાસે આવતા અટકાવે તો કોઈને અહિં સક ધમકીથી. રાત પડે ત્યારે અધ્યાપકનો ધંધો શરૂ કરે ને બધા સાથીઓને હસાવે, ને કોઈ બીકણ પહોંચી જાય તો તેને શૂર ચડાવે. મૌલાના મજહરુલ હકે મારા મદદગાર તરીકે પોતાનો હક નોંધાવી મૂક્યો હતો; ને મહિનામાં એકબે વખત ડોકિયું કરી જાય. તે વખતનો તેમનો ઠાઠ અને દમામ અને આજની તેમની સાદાઈ વચ્ચે આસમાનજમીનનું અંતર છે. અમારામાં આવીને તેઓ પોતાનું હૃદય ભેળવી જતા, પણ પોતાની સાહે બીથી બહારના માણસને તો અમારાથી નોખા જ ેવા લાગતા. જ ેમ જ ેમ હં ુ અનુભવ મેળવતો ગયો તેમ તેમ મને લાગ્યું કે, ચંપારણમાં બરોબર કામ કરવું હોય તો ગામડાંમાં કેળવણીનો પ્રવેશ થવો જોઈએ. લોકોનું અજ્ઞાન દયાજનક હતું. ગામડાંનાં છોકરાં રખડતાં હતાં. અથવા માબાપો તેમને દિવસના બે કે ત્રણ પૈસા મળે તેટલા સારુ આખો દહાડો ગળીનાં ખેતરોમાં મજૂ રી કરાવતાં. આ સમયે પુરુષોની મજૂ રી દસ પૈસા કરતાં વધારે નહોતી. સ્ત્રીઓની 83


જેમ જેમ હું અનુભવ મેળવતો ગયો તેમ તેમ

મને લાગ્યું કે, ચંપારણમાં બરોબર કામ કરવું હોય તો ગામડાંમાં કેળવણીનો પ્રવેશ થવો જોઈએ.

લોકોનું

અ�ાન

દયાજનક

હતું.

ગામડાંનાં છોકરાં રખડતાં હતાં. અથવા માબાપો તેમને દિવસના બે કે ત્રણ પૈસા મળે તેટલા સારુ

આખો દહાડો ગળીનાં ખેતરોમાં મજૂ રી કરાવતાં.

. . . સાથીઓ સાથે વિચાર કરી છ ગામડાંમાં પ્રથમ તો બાળકોને સારુ નિશાળ ખોલવાનો

ઠરાવ થયો. શરત એવી હતી કે, તે તે ગામડાના

આગેવાનોએ મકાન અને શિ�કનું ખાવાનું આપવું, તેનું બીજુ ં ખર્ચ અમારે પૂરું પાડવું.

છ પૈસા અને બાળકોની ત્રણ. ચાર આનાની મજૂ રી મળે તે ખેડૂત ભાગ્યશાળી ગણાય. સાથીઓ સાથે વિચાર કરી છ ગામડાંમાં પ્રથમ તો બાળકોને સારુ નિશાળ ખોલવાનો ઠરાવ થયો. શરત એવી હતી કે, તે તે ગામડાના આગેવાનોએ મકાન અને શિક્ષકનું ખાવાનું આપવું, તેનું બીજુ ં ખર્ચ અમારે પૂરું પાડવું. અહીંનાં ગામડાંમાં પૈસાની છોળ નહોતી, પણ અનાજ વગેરે પૂરું પાડવાની લોકોની શક્તિ હતી, એટલે લોકો કાચું અનાજ આપવા તૈયાર થઈ ગયા હતા. શિક્ષકો ક્યાંથી લાવવા એ મહાપ્રશ્ન હતો. બિહારમાંથી ટૂ કં ો પગાર લેનારા કે કંઈ ન લેનાર એવા સારા શિક્ષકો મળવા મુશ્કેલ હતા. મારી કલ્પના એ હતી કે, સામાન્ય શિક્ષકના હાથમાં બાળકો ન જ મુકાય; શિક્ષકને અક્ષરજ્ઞાન ભલે ઓછુ ં હોય, પણ તેનામાં ચારિત્રબળ જોઈએ. આ કામને સારુ સ્વયંસેવકોની મેં જાહે ર માગણી કરી. તેના જવાબમાં ગંગાધરરાવ દેશપાંડએ ે બાબાસાહે બ સોમણ અને પુંડલીકને મોકલ્યા. મુંબઈથી અવંતિકાબાઈ ગોખલે આવ્યાં. દક્ષિણથી આનંદીબાઈ આવ્યાં. મેં છોટેલાલ, સુરેન્દ્રનાથ તથા 84

મારા દીકરા દેવદાસને બોલાવી લીધા. આ જ અરસામાં મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ મને મળી ગયા હતા. મહાદેવ દેસાઈનાં પત્ની દુર્ગાબહે ન તથા નરહરિ પરીખનાં પત્ની મણિબહે ન પણ આવ્યાં. કસ્તૂરબાઈને પણ મેં બોલાવી લીધી હતી. આટલો શિક્ષકો અને શિક્ષિકાઓનો સંઘ પૂરતો હતો. શ્રી અવંતિકાબાઈ અને આનંદીબાઈ તો ભણેલાં ગણાય, પણ મણિબહે ન પરીખ અને દુર્ગાબહે ન દેસાઈને ગુજરાતીનું થોડુકં જ જ્ઞાન હતું. કસ્તૂરબાઈને તો નહીં જ ેવું જ. આ બહે નો હિં દી બાળકોને કઈ રીતે શીખવે? દલીલો કરી બહે નોને સમજાવી કે, તેમણે છોકરાંને વ્યાકરણ નહીં પણ રીતભાત શીખવવાની છે, વાંચતાંલખતાં કરતાં તેમને સ્વચ્છતાના નિયમો શીખવવાના છે. હિં દી, ગુજરાતી, મરાઠી વચ્ચે મોટો ભેદ નથી એ પણ તેમને બતાવ્યું, ને પહે લા વર્ગમાં તો માંડ આંકડાઓ માંડતાં શીખવવાનું હોય એટલે મુશ્કેલી ન જ આવે. પરિણામ એ આવ્યું કે, બહે નોના વર્ગ બહુ સરસ રીતે ચાલ્યા. બહે નોને આત્મવિશ્વાસ આવ્યો ને તેમને પોતાના કામમાં રસ પણ આવ્યો. અવંતિકાબાઈની શાળા આદર્શ શાળા બની. તેમણે પોતાની શાળામાં પ્રાણ રે ડ્યો. તેમની આવડત પણ પુષ્કળ હતી. આ બહે નોની મારફતે ગામડાંના સ્ત્રીવર્ગમાં પણ પ્રવેશ થઈ શક્યો હતો. પણ મારે શિક્ષણથી જ અટકવાનું નહોતું. ગામડાંની ગંદકીનો પાર નહોતો. શેરીઓમાં કચરો, કૂ વાઓની પાસે કાદવ ને બદબો, આંગણાં જોયાં ન જાય. મોટેરાંને સ્વચ્છતાની કેળવણીની જરૂર હતી. ચંપારણના લોકો રોગોથી પીડાતા જોવામાં આવતા હતા. બની શકે એટલું સુધરાઈનું કામ થાય તો કરવું ને તેમ કરી લોકોના જીવનના દરે ક વિભાગમાં પ્રવેશ કરવાની વૃત્તિ હતી. આ કામમાં દાક્તરની મદદની જરૂર હતી. [ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


તેથી મેં ગોખલેના સમાજ પાસેથી દા. દેવની માગણી કરી. તેમની સાથે મને સ્નેહગાંઠ તો બંધાઈ જ હતી. છ માસને સારુ તેમની સેવાનો લાભ મળ્યો. તેમની દેખરે ખ નીચે શિક્ષકો અને શિક્ષિકાઓએ કામ કરવાનું હતું. બધાંની સાથે આટલી સમજૂ તી હતી કે, કોઈએ નીલવરોની સામેની ફરિયાદમાં ન ઊતરવું,

રાજ્યપ્રકરણને ન અડકવું, ફરિયાદો કરનારને મારી આગળ જ મોકલી દેવા; કોઈએ પોતાના ક્ષેત્રની બહાર એક ડગલું સરખુંયે ન જવું. ચંપારણના આ સાથીઓનું નિયમનનું પાલન અદ્ભુત હતું. એવો પ્રસંગ મને યાદ નથી આવતો કે જ્યારે કોઈએ તેને મળેલી સૂચનાઓનું ઉલ્લંઘન કર્યું હોય.

ગ્રામપ્રવેશ

ઘણે ભાગે દરે ક નિશાળમાં એક પુરુષ અને એક સ્ત્રી એમ ગોઠવણ થઈ હતી. તેમની મારફતે જ દવાનાં ને સુધરાઈનાં કામો કરવાનાં હતાં. સ્ત્રીઓની મારફતે સ્ત્રીવર્ગમાં પ્રવેશ કરવાનો હતો. દવાનું કામ બહુ સહે લું કરી મૂક્યું હતું. એરં ડિયું, ક્વિનીન અને એક મલમ એટલી જ વસ્તુઓ દરે ક નિશાળમાં રાખવામાં આવતી હતી. જીભ તપાસતાં મેલી જોવામાં આવે અને બંધકોશની ફરિયાદ આવે તો એરં ડિયું પાઈ દેવું. તાવની ફરિયાદ હોય તો એરં ડિયું આપ્યા પછી આવનારને ક્વિનીન પિવડાવવું, અને જો ગૂમડાં હોય તો તેમને ધોઈ તેમની ઉપર મલમ લગાડી દેવો. ખાવાની દવા કે મલમ સાથે લઈ જવાને ભાગ્યે જ આપવામાં આવતાં. ક્યાંય જોખમકારક કે ન સમજાય એવું દર્દ હોય તો તે દાક્તર દેવને દેખાડવા ઉપર મુલતવી રહે તું. દાક્તર દેવ જુ દે જુ દે ઠેકાણે નીમેલે વખતે જઈ આવતા. આવી સાદી સગવડનો લાભ લોકો ઠીક પ્રમાણમાં લઈ જતા હતા. વ્યાપક રોગો થોડા જ છે અને તેમને સારુ મોટા વિશારદોની જરૂર નથી હોતી એ ધ્યાનમાં રખાય, તો ઉપર પ્રમાણે કરે લી યોજના કોઈને હાસ્યજનક નહીં લાગે. લોકોને તો ન જ લાગી. સુધરાઈનું કામ કઠિન હતું. લોકો ગંદકી દૂર કરવા તૈયાર નહોતા. પોતાને હાથે મેલાં સાફ કરવાની તૈયારી જ ેઓ ખેતરની મજૂ રી રોજ કરતા नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

તેમની પણ નહોતી. દાક્તર દેવ ઝટ હારે એવા નહોતા. તેમણે પોતે જાતે અને સ્વયંસેવકોએ એક ગામના રસ્તા સાફ કર્યા, લોકોનાં આંગણાંમાંથી કચરા કાઢ્યા, કૂ વાની આસપાસના ખાડા પૂર્યા, કાદવ કાઢ્યો. ને ગામલોકોને સ્વયંસેવકો આપવાનું પ્રેમપૂર્વક સમજાવતા રહ્યા. કેટલેક ઠેકાણે લોકોએ શરમને માર્યે કામ કરવાનું શરૂ કર્યું, ને કેટલેક ઠેકાણે તો લોકોએ મારી મોટર પસાર થવાને સારુ સડકો પણ જાતમહે નતથી કરી. આવા મીઠા અનુભવની સાથે જ લોકોની બેદરકારીના કડવા અનુભવો પણ ભળતા હતા. સુધારાની વાત સાંભળી કેટલીક જગ્યાઓએ લોકોને અણગમો પણ પેદા થયેલો મને યાદ છે. આ અનુભવો દરમિયાન, એક અનુભવ જ ેનું વર્ણન મેં સ્ત્રીઓની ઘણી સભાઓમાં કર્યું છે, તે અહીં કરવું અસ્થાને નથી. ભીતિહરવા એક નાનકડુ ં ગામડુ ં છે. તેની પાસે તેનાથી પણ નાનકડુ ં ગામડુ ં છે. ત્યાં કેટલીક બહે નોનાં કપડાં બહુ મેલાં જોવામાં આવ્યાં. આ બહે નોને કપડાં ધોવાબદલવાનું સમજાવવાનું મેં કસ્તૂરબાઈને સૂચવ્યું. તેણે બહે નોને વાત કરી. એમાંથી એક બહે ન તેને પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ ને બોલી: ‘તમે જુ ઓ, અહીં કંઈ પેટીકબાટ નથી કે જ ેમાં કપડાં હોય. મારી પાસે આ મેં પહે રી છે તે જ સાડી છે. તેને હં ુ કઈ રીતે ધોઈ શકું? 85


મહાત્માજીને કહો કે તે કપડાં અપાવે એટલે હં ુ રોજ નાહવા ને રોજ કપડાં બદલવા તૈયાર થઈશ.’ આવાં ઝૂંપડાં હિં દુસ્તાનમાં અપવાદરૂપે નથી. અસંખ્ય ઝૂંપડાંમાં રાચરચીલું, પેટીપટારા, લૂગડાંલત્તાં નથી હોતાં અને અસંખ્ય માણસો માત્ર પહે રેલાં કપડાં ઉપર પોતાનો નિર્વાહ કરે છે. એક બીજો અનુભવ પણ નોંધવા યોગ્ય છે. ચંપારણમાં વાંસનો ને ઘાસનો તોટો નથી હોતો. લોકોએ ભીતિહરવામાં જ ે નિશાળનું છાપરું બાંધ્યું હતું એ વાંસનું અને ઘાસનું હતું. કોઈએ તેને રાતના બાળી મૂક્યું. શક તો આસપાસના નીલવરોના માણસો ઉપર ગયો હતો. ફરી વાંસ ને ઘાસનું મકાન બનાવવું એ યોગ્ય ન લાગ્યું. આ નિશાળ શ્રી સોમણ અને કસ્તૂરબાઈના તાબામાં હતી. શ્રી સોમણે ઇંટોનું પાકું મકાન બાંધવાનો નિશ્ચય કર્યો ને તેમની જાતમહે નતનો ચેપ બીજાઓને લાગ્યો,

તેથી પળવારમાં ઇંટોનું મકાન ઊભું થયું. અને ફરી મકાન બળવાનો ભય ન રહ્યો. આમ નિશાળો, સુધરાઈ અને દવાનાં કામોથી લોકોમાં સ્વયંસેવકોને વિશે વિશ્વાસ અને આદર વધ્યાં, ને તેમની ઉપર સારી અસર બેઠી. પણ મારે દિલગીરીની સાથે જણાવવું જોઈએ કે આ કામ કાયમ કરવાની મારી મુરાદ બર ન આવી. સ્વયંસેવકો જ ે મળ્યા હતા તે અમુક મુદતને જ સારુ મળ્યા હતા. નવા બીજા મળવામાં મુશ્કેલી આવી અને બિહારમાંથી આ કામને સારુ યોગ્ય કાયમી સેવકો ન મળી શક્યા. મને પણ ચંપારણનું કામ પૂરું થયું તેવામાં બીજુ ં કામ જ ે તૈયાર થઈ રહ્યું હતું, તે ઘસડી ગયું. આમ છતાં છ માસ લગી થયેલા કામે પણ એટલે લગી જડ ઘાલી કે એક નહીં તો બીજા સ્વરૂપમાં તેની અસર આજ લગી નભી રહી છે.

ઊજળું પાસું

એક તરફથી સમાજસેવાનું કામ, જ ે મેં ગયાં પ્રકરણોમાં વર્ણવ્યું છે, તે થઈ રહ્યું હતું, ને બીજી તરફથી લોકોનાં દુ:ખની કહાણીઓ નોંધવાનું કામ વધતા પ્રમાણમાં ચાલી રહ્યું હતું. હજારો લોકોની કહાણીઓ લખાઈ તેની અસર થયા વિના કેમ રહે ? મારે ઉતારે જ ેમ જ ેમ લોકોની આવજા વધતી ગઈ તેમ તેમ નીલવરોનો ક્રોધ વધતો ચાલ્યો. મારી તપાસને બંધ કરવાના તેમની તરફથી થતા પ્રયત્નો વધતા ગયા. એક દિવસ મને બિહારની સરકારનો કાગળ મળ્યો. તેનો ભાવાર્થ આ હતો: ‘તમારી તપાસ ઠીક લાંબી ચાલી ગણાય, અને તમારે તે બંધ રાખી બિહાર છોડવું જોઈએ.’ કાગળ વિનયી હતો પણ અર્થ સ્પષ્ટ હતો. મેં લખ્યું કે તપાસ તો લંબાશે, અને તે થયા પછી પણ લોકોનાં દુ:ખનું નિવારણ ન 86

થાય ત્યાં લગી મારો ઇરાદો બિહાર છોડવાનો નથી. મારી તપાસ બંધ કરવાને સરકારની પાસે યોગ્ય ઇલાજ એક જ હતો કે, તેણે લોકોની ફરિયાદ સાચી માની દાદ દેવી, અથવા ફરિયાદને માન આપી પોતાની તપાસસમિતિ નીમવી. ગવર્નર સર એડવર્ડ ગેઇટે મને બોલાવ્યો, ને પોતે તપાસસમિતિ નીમવાનો પોતાનો ઇરાદો જણાવ્યો અને તેમાં સભ્ય થવાનું મને નિમંત્રણ આપ્યું. બીજાં નામો જોઈને મેં સાથીઓની સાથે મસલત કરીને એ શરતે સભ્ય થવાનું કબૂલ કર્યું કે, મને સાથીઓની સાથે મસલત કરવાની છૂટ હોવી જોઈએ; ને સરકારે સમજવું જોઈએ કે, હં ુ સભ્ય થવાથી ખેડૂતોનો હિમાયતી નથી મટતો અને તપાસ થઈ રહ્યા બાદ મને સંતોષ ન થાય તો ખેડૂતોને દોરવાની મારી સ્વતંત્રતા હં ુ જતી ન કરું. [ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


સર એડવર્ડ ગેઇટે આ શરતોને વાજબી ગણીને તેનો સ્વીકાર કર્યો. મરહૂમ સર ફ્રેંક સ્લાઈ તેના પ્રમુખ નિમાયા હતા. તપાસસમિતિએ ખેડૂતોની બધી ફરિયાદો ખરી ઠરાવી, નીલવરોએ ગેરવાજબી રીતે લીધેલાં નાણાંનો અમુક ભાગ પાછો આપવાની ને તીનકઠિયાનો કાયદો રદ કરવાની ભલામણ કરી. આ રિપોર્ટ સાંગોપાંગ થવામાં ને છેવટે કાયદો પસાર થવામાં સર એડવર્ડ ગેઇટનો બહુ મોટો ભાગ હતો. તે દૃઢ ન રહ્યા હોત અથવા જો તેમણે પોતાની કુ શળતાનો પૂરો ઉપયોગ ન કર્યો હોત, તો જ ે રિપોર્ટ એકમતે થઈ શક્યો તે ન થવા પામત અને જ ે કાયદો છેવટે પસાર થયો તે થવા ન પામત. નીલવરોની સત્તા બહુ પ્રબળ હતી. રિપોર્ટ થવા છતાં તેમનામાંના કેટલાકે બિલનો સખત વિરોધ કર્યો હતો. પણ સર એડવર્ડ ગેઇટ છેવટ સુધી મક્કમ રહ્યા ને સમિતિની

ભલામણોનો સંપૂર્ણ અમલ કર્યો. આમ સો વર્ષથી ચાલતો આવેલો તીનકઠિયાનો કાયદો તૂટ્યો ને તેની સાથે નીલવરરાજ્યનો અસ્ત થયો, રૈ યતવર્ગ જ ે દબાયેલો જ રહે તો હતો તેને પોતાની શક્તિનું કંઈક ભાન થયું ને ગળીનો ડાઘ ધોયો ધોવાય જ નહીં એ વહે મ દૂર થયો. ચંપારણમાં આરં ભેલું રચનાત્મક કામ જારી રાખી લોકોમાં થોડાં વર્ષો સુધી કામ કરવાની અને વધારે નિશાળો કરવાની અને વધારે ગામડાંમાં પ્રવેશ કરવાની મારી ઇચ્છા હતી. ક્ષેત્ર તૈયાર હતું. પણ મારા મનસૂબા ઈશ્વરે ઘણી વાર પાર જ પડવા દીધા નથી. મેં ધાર્યું હતું કંઈક ને મને દૈવ બીજા જ કામમાં ઘસડી ગયું. [સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી, સંપૂર્ણ] 

થોડું ક... ચંપારણ સત્યાગ્રહ વિશે આ અંક સાથે ચંપારણ સત્યાગ્રહની ગાંધીજીએ આત્મકથામાં લીધેલી નોંધની શ્રેણી પૂરી થાય છે. આત્મકથામાં ‘જન્મ’થી ‘પૂર્ણાહુતિ’ (૧૯૨૧-૨૨) સુધીનાં આલેખનમાં બીજી કોઈ પણ ઘટના કરતાં ગાંધીજીએ કોઈ ઘટના વિશે સૌથી વુધુ પ્રકરણો ફાળવ્યા હોય તો તે ચંપારણ સત્યાગ્રહ—પૂરાં સાત પ્રકરણો. આથી, ચંપારણ સત્યાગ્રહ વિશે ગુજરાતીમાં ઓછુ ં લખાયું છે (એટલે કે અન્ય પ્રાદેશિક ભાષામાં પૂરતું લખાયું હશે) એવી ઘણા ખરા અભ્યાસીઓ-વાચકોની છાપ એને ઠેકાણે સાચી હોવા છતાં, ચંપારણ સત્યાગ્રહ શતાબ્દીની ઉજવણીની શરૂઆતથી આ નિમિત્તે હિન્દી-અંગ્રેજી ભાષામાં લખાયેલાં-ધ્યાને ચઢેલાં લેખોમાંય વિગતની રીતે મુખ્ય સંદર્ભો તો આત્મકથાના જ જોવા મળ્યા છે. એટલે આ સત્યાગ્રહ વિશે કહે વા જ ેવું ઘણું બધું ગાંધીજીએ જ કહી દીધું છે અને આ વિષયમાં રસ ધરાવતા મોટા ભાગના વાચકો-અભ્યાસીઓ માટે આત્મકથાનાં પ્રકરણો જ મહત્ત્વનો સંદર્ભ બની રહ્યો છે. હા, ઇતિહાસની વધુ વિગતો અને અર્થઘટન રીતે સાથીદાર ડૉ. રાજ ેન્દ્રપ્રસાદ (૧૮૮૪૧૯૬૩)ના પુસ્તક Satyagrah in Champaranનો કે આઠ ભાગમાં ગાંધીજીનું જીવનચરિત્ર (Mahatma: Life of Mohandas Karamchand Gandhi) લખનાર જાણીતા સંશોધક-લેખક ડી. જી. તેંડુલકર(૧૯૦૯-૧૯૭૧)ના પુસ્તક Gandhi in Champaranનો ઉલ્લેખ કરવો રહ્યો. પણ અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ચંપારણ સત્યાગ્રહ વિશેના દસ્તાવેજીકરણની સ્થિતિ અભ્યાસીઓ માટે આનંદ કે ઉત્સાહવર્ધક હશે એમ માનવાને કોઈ કારણ બનતું નથી. તેમ છતાં, હજુ સુધી ચલણી ન થયું હોય એવું દૂર પડેલું ક્યાંકથી ખોળી કાઢીને કે અનુવાદ કરાવીને કે નવેસરથી લખાવીને ચંપારણ સત્યાગ્રહ શતાબ્દી નિમિત્તે કંઈક ને કંઈક સામગ્રી આખા વર્ષ દરમિયાન ‘नवजीवनનો અક્ષરદેહ’ના દરે ક અંકમાં આપવી એવો આશય છે. –સં.

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

87


કોમી ત્રિકોણ – ૫

નિમિત્ત

પ્યારે લાલ ગયા અંકમાં આપણે જાણ્યું કે મુસ્લિમ લીગ દ્વારા પાકિસ્તાનની માગણીને લઈને ઉત્તરોત્તર વણસતી જતી પરિસ્થિતિમાં ગાંધીજી અને ઝીણાની વાટાઘાટો અનિવાર્ય થઈ પડી હતી. પણ હિં દુ મહાસભાના સ્વયંસેવકો ગાંધીજીની ઝીણા સાથેની વાટાઘાટો અટકાવવા મથતા હતા. જરૂર પડ્યે ‘બળનો ઉપયોગ’ પણ કરવામાં આવશે એમ તેમની ટુકડીના એક વડાએ કહી દીધું હતું. આમ છતાં, ગાંધી-ઝીણાની વાટાઘાટો થઈને રહી. આ વાટાઘાટોમાંથી કંઈક નક્કર પરિણામ આવશે, એવી આશા અને અપેક્ષા પણ દેશમાં જન્મી. તેમના વચ્ચે સમજૂ તી થવાની શક્યતા નિહાળતા બ્રિટિશ સરકાર ખળભળી ઊઠી. એટલે વાઇસરૉયે કૂ ટનીતિ વાપરતા જાહે ર કર્યું કે ‘હિં દુઓ તથા મુસલમાનો ૧૮૯૯ • ૧૯૮૨ તેમ જ બીજાં મહત્ત્વનાં તત્ત્વો વચ્ચે સિદ્ધાંતમાં સમજૂ તી થવા પામે’ એ પછી જ ‘બ્રિ​િટશ સરકાર મર્યાદિત સત્તા ધરાવતી વચગાળાની રાષ્ટ્રીય સરકારે વિશે પણ વિચાર કરી શકે.’ આ પહે લાં, મુસ્લિમ લીગ દ્વારા બ્રિટિશ-વિરોધી સૂત્રો પોકારીને એ રીતનું પોતાનું વલણ જતાવવાનું અને સાથોસાથ બ્રિટિશ સત્તા સામે સીધી અથડામણમાં ન આવવાનું વલણ અપનાવાયું હતું. તેમના આ વલણમાં બ્રિટિશરોને એ લાભ દેખાઈ ગયો હતો કે મુસ્લિમ લીગ વધારે બળવાન બને અને તેના કારણે પૂર્ણ સ્વાતંત્ર્યની જ ે કૉંગ્રેસની માગણી છે તેની સામેના ભારણ તરીકે લીગનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે. થયું પણ એવું જ. લીગે એવી જિદ્દ પકડી કે હિં દને સ્વરાજ મળે એ માટેની સમજૂ તી અંગે કોઈ પણ વાટાઘાટ કૉંગ્રેસ સાથે થાય તે પહે લાં કૉંગ્રેસે પોતે હિં દુ સંસ્થા છે તે વાત કબૂલ રાખે તથા મુસ્લિમ લીગને હિં દના મુસલમાનોની એકમાત્ર સંસ્થા તરીકે માન્ય રાખવાને સંમત થવું. આમ, લીગ અને બ્રિટિશરોના ઉદ્દેશો જુ દા હોવા છતાં બંનેની અણછતી ભાઈબંધી ચાલુ રહી. હવે આગળ. …

ખાકસારો [મુસ્લિમ સ્વયંસેવકમંડળના સભ્યો] પંજાબમાં શીખિસ્તાન, એટલે કે, “મિલકતને ધોરણે” મોટી સંખ્યામાં મુંબઈમાં ઊતરી પડ્યા હતા અને કૉંગ્રેસ-લીગ સમજૂ તીને પ્રોત્સાહન આપવાને યોગ્ય “વાતાવરણ” પેદા કરવા માટે સરઘસો કાઢતા હતા! ખાકસાર સંસ્થા અર્ધ-લશ્કરી સ્વરૂપની મુસ્લિમ સંસ્થા હતી અને તે સર્વ-સત્તાધીશ નેતાના (ફયુહરર) સિદ્ધાંત પર રચાયેલું હિટલરના એસ. એસ. દળના નમૂના મુજબનું સ્વયંસેવક દળ હતું. સામ્યવાદીઓ પણ મોટી મોટી સભાઓ ભરતા હતા. તેઓ એમ કરીને, નાઝીઓના આક્રમણ સામે રશિયા લોકશાહીની રક્ષા માટે ઝૂઝતું હતું, તે જ રીતે હિં દ પણ તેની સામે ઝૂઝી શકે, તે માટે બંને આગેવાનોને એકત્ર થવાની “ફરજ પાડવા” માગતા હતા. ગાંધીજી લીગની પાકિસ્તાનની માગણી કબૂલ રાખવાના છે એવા ભયથી દોરવાઈને શીખોએ

88

રચાયેલા શીખોના એક અલગ રાજ્યની માગણી કરી. એનો અર્થ દેખીતી રીતે જ, એ હતો કે, તેમણે પરિશ્રમ કરીને જ ે પ્રદેશની પડતર જમીન રસાળ ખેતરોમાં પલટી નાખી હતી, તથા જ્યાં આગળ તેમની માલિકીની મોટા ભાગની જમીન આવેલી હતી, તેનું એક અલગ સાર્વભૌમ શીખ રાજ્ય રચી આપવું જોઈએ. મુંબઈના પોલીસ સત્તાવાળાઓએ, સાવધાની ખાતર, એક હુકમ બહાર પાડીને અમુક રસ્તાઓ, તથા જાહે ર સ્થળોનો ઉપયોગ કરવાની મનાઈ કરી. એ હુકમમાં, એ રસ્તાઓની આસપાસના ભાગોમાં રહે તા લોકોને, તથા જ ેમને ખરે ખર એ લોકોને મળવાની જરૂર હોય તેમને, ત્યાં થઈને અવરજવર કરવાની છૂટ આપવામાં આવી હતી. આ ઉપરાંત, કાયદે આઝમ ઝીણાએ, પોતાની પણ એક [ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


લાક્ષણિક જાહે રાત કરી હતી. તે આ પ્રમાણે હતીૹ “છાપાંઓના પ્રતિનિધિઓ સમજશે કે, આ મુલાકાત દેખીતી રીતે જ, છાપાંઓ માટે ખુલ્લી નથી અને તેથી તેઓ મારે ઘેર આવવાની તકલીફ ન ઉઠાવે, એવી મારી તેમને વિનંતી છે. … ફોટો પાડનારાઓને તથા ફિલ્મ કંપનીઓને મિ. ગાંધી આવે ત્યારે ફોટો પાડવાની અથવા ફિલ્મ ઉતારવાની છૂટ છે.” આ વાટાઘાટો ચાલતી હતી તે દરમિયાન, એક દિવસ મજાનો પ્રસંગ બની ગયો. જાસૂસી ખાતાના એક અમલદાર એક દિવસ બિરલા ભવન આવ્યા અને તેમણે કહ્યું કે, મને પોલીસ કમિશનરે અરુણા અસફઅલીની તપાસ રાખવાને મોકલ્યો છે. તે આજ ે રાત્રે ગાંધીજીને મળવા આવવાનાં છે. ગાંધીજીએ કાગળની એક ચબરખી પર લખ્યુંૹ “તે આવે તો મારે શું કરવું એમ તમે ઇચ્છો છો?” “અમારી એવી સમજ છે કે, તે પોલીસ આગળ હાજર થઈ જવાને આવે છે. “પણ ધારો કે, તે પોલીસ આગળ હાજર થવાના ઇરાદાથી ન આવતાં હોય તો?” “તો પછી અમે સખત ચોકીપહે રો રાખીશું અને

ગાંધીજી લીગની પાકિસ્તાનની માગણી કબૂલ રાખવાના છે એવા ભયથી દોરવાઈને શીખોએ

પંજાબમાં શીખિસ્તાન, એટલે કે, ‘‘મિલકતને ધોરણે’’ રચાયેલા શીખોના એક અલગ રાજ્યની

માગણી કરી. એનો અર્થ દેખીતી રીતે જ, એ હતો

કે, તેમણે પરિશ્રમ કરીને જે પ્રદેશની પડતર જમીન રસાળ ખેતરોમાં પલટી નાખી હતી, તથા જ્યાં આગળ તેમની માલિકીની મોટા ભાગની જમીન

આવેલી હતી, તેનું એક અલગ સાર્વભૌમ શીખ રાજ્ય રચી આપવું જોઈએ

અમારી ફરજ બજાવીશું. આમે અમે જાપતો તો રાખીએ જ છીએ. અમને એવી બાતમી મળી છે કે, તે ખરે ખાત આ ઘરમાં જ છે.” ગાંધીજી હસ્યાૹ “તે મુંબઈમાં પણ છે કે કેમ, એ હં ુ નથી જાણતો.” પોલીસ અમલદારે તેમનો આભાર માન્યોૹ “આપ અમને છેતરો નહીં, એની મને પાકી ખાતરી છે, મહાત્માજી!”

    

ઝીણા સાથેની વાટાઘાટો ૧૯૪૪ના સપ્ટેમ્બરની ૯મી તારીખે શરૂ થઈ અને તે મુંબઈના માઉન્ટ પ્લેઝન્ટ રોડ ઉપર આવેલા ઝીણાના મકાનમાં અઢાર દિવસ સુધી ચાલી હતી. એ વાટાઘાટો દરમિયાન ઈદ આવતી હતી. એ દિવસે ગાંધીજીએ ખાસ તેમને માટે બનાવવામાં આવેલા ઘઉંના ખાખરા ઝીણાને મોકલ્યા. ગાંધીજીએ એ વાટાઘાટો દરમિયાન નિસર્ગોપચાર કરનાર તેમના દાક્તરને પણ ઝીણાને માલિસ કરવા માટે મોકલ્યા હતા. તેઓ મળ્યા, તેમણે હાથ મિલાવ્યા અને બંને એકબીજાને ભેટ્યા. તેમની પહે લી મુલાકાત વખતે સાચી માનવતાની લાગણીનો સ્પર્શ દૃષ્ટિગોચર થતો नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

હતો. મહાત્માને સત્કારવાને ઝીણા તેમના ઝરૂખામાં બહાર આવ્યા તથા પાછા ફરતી વખતે તેમને વળાવવાને આવ્યા અને તેમની જોડે ફોટો પડાવવાને પણ ઊભા રહ્યા. છૂટા પડતી વખતના ઝીણાના ઉમળકાભર્યા હસ્તધૂનનમાં નિરીક્ષકોએ કેવળ ઉપચાર કરતાં કંઈક વધુ કલ્પ્યું, પરં તુ જ ે કંઈ હતું તે બસ એટલું જ હતું. શરૂઆતમાં જ ઝીણાએ મહાત્માના પ્રતિનિધિત્વ વિશે શંકા ઉઠાવી, પણ આખરે તેમણે ઢીલું મૂક્યું અને વાટાઘાટ ચાલુ રાખવાને તે સંમત થયા. વાતો આગળ ચાલી તેમ તેમ સત્ય બહાર આવતું ગયું કે, આ તો આપલેનો નહીં, પણ કેવળ લેવાનો જ સોદો છે. કાયદે-આઝમ 89


ગાંધીજી મુલાકાત લઈને આવ્યા ત્યારે તેમને

પૂછવામાં આવ્યુંઃ ‘‘ઝીણા પાસેથી તમે કશું લાવ્યા કે>’’ મહાત્માએ ટૂં કમાં કહ્યું, ‘‘માત્ર ફૂલો.’’

પછીથી તેમણે સવાત્રણ કલાક સુધી ચાલેલી તેમની ચર્ચાની સંપૂર્ણ વાત રાજાજીને કહી. તે ‘‘અતિશય નિરાશાજનક’’ હતી.

વસ્તુસ્થિતિ સમજવાને કે તેની ચર્ચા કરવાને પણ તૈયાર નહોતા; “સત્યશોધક”ને સત્યનો પ્રકાશ લાધે, અને તે ઈમાનદારોની જમાતમાં ભળે, તે માટેની તક તેને આપવા ખાતર જ, ઉપર્યુક્ત વાંધો જતો કરવામાં આવ્યો હતો! ગાંધીજી મુલાકાત લઈને આવ્યા ત્યારે તેમને પૂછવામાં આવ્યુંૹ “ઝીણા પાસેથી તમે કશું લાવ્યા કે?” મહાત્માએ ટૂ કં માં કહ્યું, “માત્ર ફૂલો.” પછીથી તેમણે સવાત્રણ કલાક સુધી ચાલેલી તેમની ચર્ચાની સંપૂર્ણ વાત રાજાજીને કહી. તે “અતિશય નિરાશાજનક” હતી. “એ મારી ધીરજની કસોટી હતી. … મારી ધીરજ જોઈને મને પોતાને જ ભારે અચંબો થાય છે. આમ છતાં, એ વાતો મિત્રતાભરી હતી.” “તમારી (રાજાજીની) યોજના વિશેનો તેમનો (ઝીણાનો) તિરસ્કાર તથા તમારે વિશેનો તેમનો ધુત્કાર હે બતાવી મૂકે એવો છે. તમે આટલા બધા કલાકો સુધી તેમની સાથે વાતો ચલાવી શક્યા અને પછી એ યોજના ઘડવાની માથાકૂ ટમાં પડ્યા, એ જોઈને તમારે વિશેનો મારો આદર વધવા પામ્યો છે. “તેમનું કહે વું છે કે, તમે તેમની માગણી માન્ય 90

રાખી છે, અને તેથી મારે પણ તે માન્ય રાખવી જોઈએ. મેં કહ્યું, ‘રાજાજીની યોજના મને મંજૂર છે અને તમે ઇચ્છો તો, તેને તમે પાકિસ્તાન કહી શકો.’ તેમણે લાહોરના ઠરાવની વાત કરી. મેં કહ્યું, ‘મેં તેનો અભ્યાસ કર્યો નથી અને તેને વિશે હં ુ વાત કરવા માગતો નથી. આપણે રાજાજીની યોજના વિશે વાત કરીએ, અને એમાં તમને કંઈ ખામી દેખાતી હોય તો તે બતાવો.’ “વાતોની અધવચમાં તેમણે જૂ ની વાત પાછી કાઢીૹ ‘હં ુ તો ધારતો હતો કે, તમે હિં દુ તરીકે અહીં આવ્યા છો, હિં દુ કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે આવ્યા છો.’ મેં કહ્યું, ‘ના, હં ુ હિં દુ તરીકે કે કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે અહીં નથી આવ્યો. હં ુ તો અહીં એક વ્યક્તિ તરીકે આવ્યો છુ .ં તમે મારી સાથે એક વ્યક્તિ તરીકે અથવા લીગના પ્રમુખ તરીકે, બેમાંથી તમને પસંદ હોય તે રીતે વાતો કરો. તમે રાજાજી સાથે સંમત થયા હોત અને તેમની યોજનાનો સ્વીકાર કર્યો હોત તો, તમે અને તે પોતપોતાની સંસ્થા આગળ જાત અને એ યોજનાનો સ્વીકાર કરવાને તેમની આગળ હિમાયત કરત. એટલા માટે રાજાજી તમને મળવા આવ્યા હતા. પછીથી, તમે એ યોજના, એ જ રીતે, બીજા પક્ષો આગળ પણ મૂકી હોત. હવે તમારે અને મારે એ કરવાનું છે.’ તેમણે કહ્યું કે, હં ુ લીગનો પ્રમુખ છુ .ં તમે તમારા સિવાય બીજા કોઈના પણ પ્રતિનિધિ તરીકે અહીં આવ્યા ન હો તો પછી વાતનો પાયો જ ક્યાં રહ્યો? સોદો પતાવે કોણ? હં ુ તો ૧૯૩૯ની સાલમાં તેમને લાગ્યો હતો તેવો જ માણસ હતો. મારામાં કશો ફે રફાર થયો નહોતો. મને તો આ પ્રમાણે કહં ુ એમ થઈ આવ્યું, ‘હા, હં ુ તે જ માણસ છુ ,ં અને તમને લાગતું હોય કે, મારી સાથે વાત કરવાનો કશો અર્થ નથી, તો હં ુ ચાલ્યો જાઉં.’ પણ મેં મારા મનને વાળ્યું. મેં તેમને કહ્યું, ‘એક વ્યક્તિને તમારી વાત તમારે સમજાવવી ન [ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ઘટે? હં ુ તે જ માણસ છુ ં એ વિશે શંકા નથી. બની શકે તો, તમે મારા વિચારો બદલી શકો છો, પછી હં ુ તમને સંપૂર્ણપણે ટેકો આપીશ.’ ‘હા, હં ુ જાણું છુ ં કે, હં ુ તમારા વિચારો બદલી શકું તો તમે મારા અલી થાઓ,’ તેમણે કહ્યું.” ગાંધીજીએ પાછળથી કહ્યું હતું કે, “તેમનું એ કથન અતિશય સૂચક હતું. પોતાના અલીની ખોજમાં નીકળેલા પાકિસ્તાનના પેગંબરની મુલાકાતે હં ુ ગયો હતો!” પણ ગાંધીજીની વાત જ આગળ ચલાવીએ. “તેમણે કહ્યું, તમે પાકિસ્તાનની વાત સ્વીકારો, પછી હં ુ તમારે પડખે રહીશ અને તમે જ્યાં લઈ જાઓ ત્યાં આવીશ. હં ુ જ ેલમાં જઈશ, અરે , ગોળીઓનો સામનો પણ કરીશ. મેં કહ્યું, ‘ગોળીઓ ઝીલવાને હં ુ તમારા પડખામાં જ રહીશ.’ તેમણે કહ્યું, ‘તમે રહો કે ન રહો.’ મેં કહ્યું, ‘મારું પારખું કરી જુ ઓ.’ ‘પાછા અમે તમારી (રાજાજીની) યોજના પર આવ્યા. તેમને અત્યારે જ પાકિસ્તાન જોઈએ, સ્વતંત્રતા આવ્યા પછી નહીં. તેમણે કહ્યું, ‘આપણે પાકિસ્તાન અને હિં દુસ્તાન બંનેને માટે સ્વતંત્રતા મેળવીશું. આપણે સમજૂ તી પર આવીએ. પછી સરકાર પાસે જઈને આપણે તેનો સ્વીકાર કરવાને તેને કહીશું, આપણો ઉકેલ સ્વીકારવાની તેને આપણે ફરજ પાડીશું.’ મેં કહ્યું, હં ુ કદી પણ એનો પક્ષકાર નહીં બની શકું. હિં દ પર ભાગલા લાદવાને બ્રિટિશરોને હં ુ કદી પણ કહી શકું નહીં. ‘તમે સૌ અલગ પડવા માગતા હો તો, હં ુ તમને રોકી ન શકું. તમને ફરજ પાડવાની સત્તા મારી પાસે નથી, અને મારી પાસે એવી સત્તા હોય તોયે હં ુ તેનો ઉપયોગ ન કરું.’ તેમણે કહ્યું, ‘મુસલમાનો પાકિસ્તાન માગે છે. લીગ મુસલમાનોની પ્રતિનિધિ છે અને તેને ભાગલા જોઈએ છે.’ મેં કહ્યું, ‘લીગ મુસલમાનોની नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

મેં [ગાંધીજીએ] કહ્યું, ‘લીગ મુસલમાનોની સૌથી બળવાન સંસ્થા છે, એ હું કબૂલ કરુ ં છુ ં. આગળ જઈને હું એટલે સુધી પણ કહું કે, તેના પ્રમુખ

તરીકે તમે હિં દના મુસલમાનોના પ્રતિનિધિ છો,

પરંતુ એનો એવો અર્થ નથી થતો કે, બધા જ મુસલમાનોને પાકિસ્તાન જોઈએ છે

સૌથી બળવાન સંસ્થા છે, એ હં ુ કબૂલ કરું છુ .ં આગળ જઈને હં ુ એટલે સુધી પણ કહં ુ કે, તેના પ્રમુખ તરીકે તમે હિં દના મુસલમાનોના પ્રતિનિધિ છો, પરં તુ એનો એવો અર્થ નથી થતો કે, બધા જ મુસલમાનોને પાકિસ્તાન જોઈએ છે. એ વિસ્તારના સઘળા રહે વાસીઓના એ અંગે મત લો અને જુ ઓ.’ તેમણે કહ્યું, ‘એ વિશે બિન-મુસલમાનોને તમારે શાને પૂછવું જોઈએ?’ મેં કહ્યું, ‘વસ્તીના અમુક ભાગોના લોકોને તમે તેમના મતથી વંચિત ન કરી શકો. તેમને પણ તમારે તમારા પક્ષમાં લેવા રહ્યા, અને તમે બહુમતીમાં હો તો પછી તમારે બીવાનું શું છે?’ પછી કિરણશંકર રૉયે મને કહે લી વાત મેં તેમને જણાવીૹ ‘ન બનવાનું બને તો, બંગાળમાં અમે બધા લોકો પાકિસ્તાનમાં જઈશું. પણ ભગવાનને ખાતર બંગાળના ભાગલા ન પાડો. તેનું દેહછેદન ન કરો.’ “મેં કહ્યું, ‘તમે બહુમતીમાં હો તો, પસંદગી તમારા હાથમાં જ છે. તમારે માટે એ બૂરી વસ્તુ છે એ હં ુ જાણું છુ ,ં પણ એમ છતાંયે, તમારે એ જોઈતી જ હોય તો, તમને એ ખસૂસ મળવી જોઈએ. પણ એ તો તમારી અને મારી વચ્ચે ગોઠવણ 91


૧૧મી સપ્ટેમ્બરે સાંજે વાટાઘાટો પાછી શરૂ થઈ.

મહાત્માએ તેમનું સાંજનું ભોજન ઝીણાના મકાનમાં વાટાઘાટો ચાલતી હતી તે દરમિયાન લીધું. ભાણા

સાથે ઉકાળેલા પાણીની બાટલી મોકલવામાં આવી હતી. મુસલમાનને ઘેર ભોજન લેતી વખતે મહાત્મા

પવિત્ર ગંગાજળ અથવા એવું કં ઈક લે છે, એવો રખેને કોઈને ભાસ થાય, એમ વિચારીને, ગાંધીજીએ એ પછીથી, ભાણા સાથે પાણીની બાટલી ન મોકલવાની સૂચના આપી

કરવાનો સવાલ છે. બ્રિટિશરો અહીં હોય ત્યાં સુધી એ સંભવી ન શકે.’ “તમારી યોજનાની જુ દી જુ દી કલમો વિશે તેમણે મારી ઊલટતપાસ લેવા માંડી. મેં તેમને કહ્યું, ‘એ વસ્તુની સ્પષ્ટતા તમારે જોઈતી હોય તો, એ યોજના ઘડનાર પાસેથી જ તમે એ મેળવો એ બહે તર નથી?’ ‘ના, ના.’ તેમને એ નહોતું જોઈતું. મેં કહ્યું, ‘એ વિશે તમે મારી ઊલટતપાસ લો એનો શો અર્થ?’ તે સાવધ થઈ ગયા. ‘ના, ના, હં ુ આપની ઊલટતપાસ નથી લેતો.’ પછી તેમણે ઉમેર્યું, ‘જિંદગીભર હં ુ વકીલાત કરતો રહ્યો, એટલે, વાતચીતની મારી ઢબછબ ઉપરથી હં ુ આપની ઊલટતપાસ લઉં છુ ં એવું આપને લાગ્યું હોય એમ બને.’ મેં તેમને તમારી યોજના સામેના તેમના વાંધાઓ કાગળ ઉપર ટપકાવવા સૂચવ્યું. તેમને એ રુચતું નહોતું. તેમણે પૂછ્યું, ‘મારે એમ કરવું જ જોઈશે?’ મેં કહ્યું, ‘હા, તમે એ કરો એમ હં ુ ઇચ્છું.’ તેઓ સંમત થયા. “છેલ્લે તેમણે કહ્યું, ‘આપની સાથે સમજૂ તી પર આવવાની મારી ઇચ્છા છે.’ મેં જવાબ આપ્યો, ‘મારા શબ્દો તમે યાદ કરો. મેં કહ્યું જ છે કે, સમજૂ તી પર આવ્યા વિના આપણે છૂટા પડવાના 92

નથી.’ તેમણે કહ્યું, હા, મને એ વાત કબૂલ છે. મેં સૂચવ્યું, ‘આપણા નિવેદનમાં એ વાત પણ આપણે જણાવીએ?’ તેમણે કહ્યું, ‘ના, એ ન જણાવીએ એ જ ઠીક છે. આમ છતાં, આપણી વચ્ચે એવી સમજૂ તી રહે શે અને આપણી વાટાઘાટોનું પ્રેમ અને મૈત્રીભર્યું સ્વરૂપ, આપણાં જાહે ર ભાષણોમાં પણ પ્રતિબિંબિત થશે.’ ” રાજાજીૹ “તેમને સમજૂ તી પર આવવું છે એમ આપને લાગે છે ખરું?” ગાંધીજીૹ “એની મને ખાતરી નથી. સંભવ છે તેમને કદાચ એમ લાગતું હોય.” રાજાજીૹ “તો પછી, તમે એ પાર પાડી શકશો?” ગાંધીજીૹ “હા.  … જો તેમને જોઈતો શબ્દ મારા મોંમાંથી નીકળે તો.” બીજ ે દિવસે તેમની મુલાકાત ન થઈ. ઝીણાએ કહ્યું કે, “રમઝાનનો એ એકવીસમો દિવસ છે અને તે સઘળા મુસલમાનોને માટે ઘણો જ મહત્ત્વનો છે.” ઝીણાના એક અગાઉના સાથીએ ટીકા કરીૹ ‘એ રવિવાર છે અને એ દિવસે તેમને રજા માણવી છે એમ તેમણે કેમ ન કહ્યું? રમઝાન કરતાં રવિવારને તે વધારે સમજ ે છે!” ૧૧મી સપ્ટેમ્બરે સાંજ ે વાટાઘાટો પાછી શરૂ થઈ. મહાત્માએ તેમનું સાંજનું ભોજન ઝીણાના મકાનમાં વાટાઘાટો ચાલતી હતી તે દરમિયાન લીધું. ભાણા સાથે ઉકાળેલા પાણીની બાટલી મોકલવામાં આવી હતી. મુસલમાનને ઘેર ભોજન લેતી વખતે મહાત્મા પવિત્ર ગંગાજળ અથવા એવું કંઈક લે છે, એવો રખેને કોઈને ભાસ થાય, એમ વિચારીને, ગાંધીજીએ એ પછીથી, ભાણા સાથે પાણીની બાટલી ન મોકલવાની સૂચના આપી. ૧૨મી સપ્ટેમ્બરે કાયદે-આઝમ તરફથી મીઠી મીઠી વાતો ચાલુ રહી. તે હં ુ ગાંધીજીના શબ્દોમાં જ ફરીથી આપીશૹ [ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


“તેમણે પાકિસ્તાનની સરકારનું અતિશય આકર્ષક ચિત્ર દોર્યું. તે સંપૂર્ણ લોકશાહી સ્વરૂપની હશે. મેં તેમને પૂછ્યું, હિં દની પરિસ્થિતિને લોકશાહી અનુકૂળ નહીં આવે એમ તમે મને કહ્યું હતું તેનું શું? એ વાત તેમને યાદ નહોતી આવતી. એટલે એ અંગે તેમણે મને શું કહ્યું હતું તે કહે વાને તેમણે સૂચવ્યું. આથી મેં એ બધું કહ્યું, અને હં ુ તેમને ખોટી રીતે સમજ્યો હોઉં તો મારી ભૂલ સુધારવાને મેં જણાવ્યું. પણ તેમણે કહ્યું હતું તે બધું વિગત વાર મેં તેમને કહી સંભળાવ્યું ત્યારે , એ સંબંધમાં તેઓ ના પાડી શક્યા નહીં. તેમણે કહ્યું, હા, મેં એવું કહ્યું હતું ખરું, પણ એ તો ઉપરથી લાદવામાં આવે તે લોકશાહીના સંબંધમાં હતું. “પછીથી તેમણે કહ્યું, ‘અમારે માટે એ ધાર્મિક લઘુમતીનો સવાલ છે એમ તમે માનો છો શું?’ મેં કહ્યું, ‘હા.’ એમ ન હોય તો, એ શું છે તે તમારે મને કહે વું જોઈએ. એટલે તેમણે લાંબુંચોડુ ં ભાષણ આપી દીધું. એ બધું અહીં નહીં કહં ુ . મેં તેમને પૂછ્યું, શીખો, ખ્રિસ્તીઓ, દલિતવર્ગો વગેરે પાકિસ્તાનમાંની બીજી લઘુમતીઓનું શું થશે? તેમણે કહ્યું, તે સૌ પાકિસ્તાનની અંગભૂત બનશે. મેં પૂછ્યું, તમે એનો સંયુક્ત મતાધિકાર એવો અર્થ કરો છો? હં ુ એ મુદ્દા ઉપર આવતો હતો એ તે જાણતા હતા. તેમણે કહ્યું, હા, તે સૌ સમગ્ર પાકિસ્તાનના અંગભૂત બને એમ હં ુ ઇચ્છું. સંયુક્ત મતાધિકારના લાભો હં ુ તેમને સમજાવું, પણ એમ છતાં, તેઓ અલગ મતાધિકાર માગે તો, તે તેમને મળશે. શીખોને ગુરુમુખી લિપિ જોઈતી હશે, તો તેમને તે મળશે અને પાકિસ્તાનની સરકાર તેમને આર્થિક મદદ આપશે. મેં પૂછ્યું, ‘પણ જાટોનું શું?’ પ્રથમ તો તેમણે એ વાત હસી કાઢી. પછીથી તેમણે કહ્યું, ‘તેમને એ જોઈએ તો તેમને પણ મળશે. તેમને જો અલગ હસ્તી જોઈતી હશે, તો તેમને પણ તે મળશે.’ મેં કહ્યું, ‘ખ્રિસ્તીઓનું શું? नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

વાટાઘાટોના એ આખાયે ગાળા દરમિયાન પત્રોની

આપલે ચાલુ રહી હતી. મૈત્રીભરી વાટાઘાટો દરમિયાન આવો વિચિત્ર સ્વરૂપનો પત્રવહે વાર ભાગ્યે જ કદી પણ થવા પામ્યો હશે. વાટાઘાટો અને પત્રવહે વાર વચ્ચે કદી મેળ સધાયો નહોતો,

પણ બંને એકબીજાને સમાંતર રહીને આગળ ચાલતાં હતાં અને જાણે બંને જુ દી જુ દી ભાષામાં ચાલતાં હોય એમ લાગતું હતું

તેઓ જ્યાં આગળ બહુમતીમાં હોય અને શાસન કરવાની સ્થિતિમાં હોય ત્યાં તેમને પણ કંઈક સ્થાન જોઈએ, દાખલા તરીકે ત્રાવણકોરમાં.’ તેમણે કહ્યું, એ સવાલ તો હિં દુઓએ વિચારવો રહ્યો. મેં કહ્યું, ધારો કે, ત્રાવણકોર પાકિસ્તાનમાં હોય તો શું? તેમણે કહ્યું, તેમને પણ હં ુ એ આપું. તેમણે ન્યૂ ફાઉન્ડલૅન્ડનો દાખલો ટાંક્યો. બાકીની વાત તો નજીવી હતી. તેમના મનમાં શું છે તે જાણવાનું મારે ચાલુ રાખવું છે. રાજાજીૹ “તેમને શું ખપે છે તે ખોળી કાઢો.” ગાંધીજીૹ “હા, એ જ હં ુ કરી રહ્યો છુ .ં તેમના પોતાના જ શબ્દો દ્વારા મારે પુરવાર કરી આપવું છે કે, પાકિસ્તાનની આખીયે વાત વાહિયાત છે. મને લાગે છે કે, તે તોડી નાખવા માગતા નથી. અને મારે પક્ષે, હં ુ યે કશી ઉતાવળમાં નથી. પણ અનિશ્ચિત સ્વરૂપના પાકિસ્તાનને હં ુ મંજૂર રાખું, એવી અપેક્ષા તે ન રાખી શકે.” રાજાજીૹ “તે એ દાવો જતો કરશે એમ આપને લાગે છે ખરું?” ગાંધીજીૹ “તેમને સમાધાન જોઈતું હોય તો તેમણે એ કર્યે જ છૂટકો. તેમને સમાધાન તો કરવું 93


છે પણ તેમને શું જોઈએ છે તેની તેમને ખબર નથી. હં ુ તેમને બતાવવા માગું છુ ં કે, તે વાજબી રીતે માગી શકે, એ તમારી યોજનામાં મળી જ જાય છે.” બહારની દુનિયાને માટે તો, ૯મી તારીખથી ૧૩મી તારીખ સુધીનો ગાળો અંશતઃ આશાજનક હતો. એ પછી આશા ઓસરવા લાગી. ૧૪મી તારીખથી ૧૯મી તારીખ દરમિયાન નિરાશા વધતી ગઈ. એ દરમિયાન ઈદને દિવસે આપેલા સંદેશામાં કાયદે આઝમે “એક રાષ્ટ્ર તરીકે” મુસલમાનોએ કરે લી પ્રગતિની વાતો કરી તથા મૈત્રી અને શુભેચ્છાનો સૂર કાઢવાને બદલે, “આપણી પ્રગતિને ખાળી રહે લા, મિલાતને બેવફા નીવડેલા લોકો” સામે ભારે બખાળા કાઢ્યા. એ પછી તો આશા

એકદમ ઘટી ગઈ અને ૨૭મી સપ્ટેમ્બરે વાટાઘાટો સંપૂર્ણપણે પડી ભાંગી. વાટાઘાટોના એ આખાયે ગાળા દરમિયાન પત્રોની આપલે ચાલુ રહી હતી. મૈત્રીભરી વાટાઘાટો દરમિયાન આવો વિચિત્ર સ્વરૂપનો પત્રવહે વાર ભાગ્યે જ કદી પણ થવા પામ્યો હશે. વાટાઘાટો અને પત્રવહે વાર વચ્ચે કદી મેળ સધાયો નહોતો, પણ બંને એકબીજાને સમાંતર રહીને આગળ ચાલતાં હતાં અને જાણે બંને જુ દી જુ દી ભાષામાં ચાલતાં હોય એમ લાગતું હતું. રાજાજીએ વેધક ટીકા કરતાં કહ્યું, “વાટાઘાટો આપને સમજાવી લેવાને અને બાંધી લેવાને માટે હતી અને પત્રવહે વાર તે નિષ્ફળ નીવડે એ લક્ષમાં રાખીને કરવામાં આવ્યો છે.” [ પૂર્ણાહુતિ, ભાગૹ ૧માંથી, ક્રમશઃ]

આઝાદી, ભાગલા અને ગાંધીજીનાં અંતિમ વર્ષોની વ્યથા આલેખતાં અન્ય કે ટલાંક પુસ્તકો બિહાર પછી દિલ્હી મનુબહે ન ગાંધી _250 દિલ્હીમાં ગાંધીજી (ભા.૧, ૨) મનુબહે ન ગાંધી _500 મહાત્મા ગાંધી, કાૅંગ્રેસ અને _100 હિં દુસ્તાનના ભાગલા દેવચંદ્ર ઝા, અનુ. અશોક ભ. ભટ્ટ મધરાતે આઝાદી યાને ગાંધીજીની હત્યાની કહાણી લેરી કોલિન્સ અને _100 ડોમિનિક લાપિયેર, સં. અનુ. ગોપાળદાસ પટેલ

નિવૃત્તિનોંધ

શ્રી રમેશભાઈ શં. પટેલ નવજીવનમાં ૩૭ વર્ષ સેવા આપીને તા. ૦૧-૦૩-૨૦૧૭ના રોજ વયનિવૃત્ત થયા છે. વર્ષ ૧૯૮૦માં નવજીવનમાં જોડાયા ત્યારે સૌપ્રથમ એસ.ટી. ટિકિટ વિભાગમાં અને એ પછી બાઇન્ડિંગ વિભાગમાં ફરજ બજાવતા હતા. નવજીવન પરિવાર વતી તેમને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છા.

94

શ્રી બાબુભાઈ મો. ગોહિલ નવજીવનમાં ૪૦ વર્ષ સેવા આપીને તા. ૧૪-૦૨-૨૦૧૭ના રોજ વયનિવૃત્ત થયા છે. વર્ષ ૧૯૭૭માં નવજીવનમાં જોડાયા ત્યારે સૌપ્રથમ મશીન વિભાગમાં લેટરપ્રેસમાં અને એ પછી ઑફસેટમાં ફરજ બજાવતા હતા. નવજીવન પરિવાર વતી તેમને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છા.

[ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


હજુ એક ઇનિંગ્ઝ બાકી હતી

સ્મરણ

પ્રકાશ ન. શાહ જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ. નવજીવન પ્રકાશન મંદિરનાં પુસ્તકોમાં મુદ્રક અને પ્રકાશક તરીકે વર્ષો સુધી રહે લું આ નામ. વિચાર અને વહીવટ—બંનેમાં કુ શળ આ ગાંધીજન પાસેથી મૌલિક લખાણો ઓછાં મળ્યાંની તેમનાં સમકાલીનોને હં મેશાં મીઠી ફરિયાદ રહી. પત્રકારત્વ, લેખન, અનુવાદ, પ્રતસંપાદન (કૉપી ઍડિટિંગ), સાદી અને સુંદર સજાવટનાં સામયિકો-પુસ્તકોનાં મુદ્રણ-પ્રકાશન અને કૉપીરાઇટ જ ેવાં અનેક ક્ષેત્રે આગવી સૂઝબૂજથી નવજીવનનાં પ્રકાશનોને શોભાવનાર આ પૂર્વ મૅનેજિગ ં ટ્રસ્ટીની છઠ્ઠી પુણ્યતિથિ—૨૧મી માર્ચ—નિમિત્તે તેમનું હૃદયપૂર્વકનું સ્મરણ, સ્મૃતિગ્રંથ ગાંધીસાહિત્યના સારથિમાંથી. …

જિતેન્દ્રભાઈ ડાયરામાંથી જાણે વહે લા ઊઠી ગયા!

એ ગયા તે આ જમાનામાં તો કોઈ જવાની વય જ નથી, પણ તારાબહે નનાં ગયાં પછી હળતાંમળતાં છતાં જીવનનો ઉત્સાહ ઓછો થઈ ગયો હતો. એકબે વરસના વય ફે રે, હં ુ ધારું છુ ,ં અમે સમવયસ્ક જ હોઈશું. સ્નેહાળ તારાબહે નનું જવું એ મારા જીવનમાં જોયેલું કોઈ પહે લું મૃત્યુ તો નહોતું. પણ આ દંપતી સાથેની નિકટતાએ તે દિવસે કદાચ પહે લી જ વાર મને એવી લાગણી જગવી હતી કે મૃત્યુ ફળિયામાં આવી લાગ્યું છે. ઠાકોરભાઈ સાથે કોઈક જાહે ર કામવશ ક્વચિત્ ક્વચિત્ પ્રસંગ પડતો રહે તો. (એમાં વળી મગનભાઈ અને ઠાકોરભાઈ બેઉ હોય એટલે ગોળનું ગાડુ.ં ) જોકે, જિતુભાઈ સાથે તો સ્વતંત્રપણે જ સંબંધ બંધાયો. જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના કામ સબબ નવજીવનમાં જવાનું શરૂ થયું એ વરસો પ્રેસમાં જોકે ધીરુભાઈ અને રમણભાઈનાં હતાં. જિતુભાઈકપિલભાઈ-જાનીનાં વરસો હજુ આવવામાં હતાં. મને સાંભરે છે કે ‘કૃ ષિદર્શન’ની હસ્તપ્રત સાથે અમારે ધીરુભાઈને મળવાનું થયું ત્યારે એમણે સરસ કહ્યું હતું કે ખેતીનું ચોપડુ ં લઈને આવ્યા છો, પણ નીંદામણ સરખું કર્યું છે કે નહીં! પાછુ ં ઉમેરેલું કે કાકાસાહે બે તો પ્રૂફ વાંચતે વાંચતે જ અડધીપોણી ચોપડી નવેસર લખી લખીને અમારા ભાઈઓને नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

જિતેન્દ્ર દેસાઈ

૨૬-૧૧-૧૯૩૮ • ૨૧-૦૩-૨૦૧૧

ઠીક કાંઠલા ચડાવ્યા છે. છતાં હસ્તપ્રત નીંદામણ સોતી આખરી કહી શકાય એવી હોય તો પુસ્તક વેળાસર ને ધોરણસર તૈયાર કરવામાં સરળતા રહે એવો ઇશારો એમાં અવશ્ય હતો. બનવા કાળ તે હં ુ ત્યાંથી બાલુભાઈ પાસે ગયો. ભોગીભાઈને કારણે અમારો પૂર્વપરિચય અને ‘વિશ્વમાનવ’ની કામગીરીનોયે સિલસિલો. હં ુ બાલુભાઈ પાસે ગયો ત્યારે ત્યાં જિતુભાઈ બેઠા હતા એટલે એમની ઓળખાણ કરાવી. ‘બાબો’ (જિતેન્દ્ર) લંડન જઈ પ્રિન્ટિંગનો અચ્છો અભ્યાસ કરી આવ્યો છે એમ પણ ઉમેર્યું. મેં બંનેને ધીરુભાઈના તાજા (નીંદામણ ફે ઇમ) ઉદ્ગારોની લહાણ કરી… અમે ત્રણે જ ે 95


હસ્યા છીએ! હાસ્ય શમી ગયા પછી જિતુભાઈએ ઠાવકાઈથી ઉમેર્યું કે લંડન કાળમાં મેં ભણતરના ભાગરૂપે કૉપી એડિટિંગ પર કામ કર્યું છે. મેં એમની નકલ હોંશે હોંશે માગી લીધી, મારા કરતાં પણ બેવડી હોંશે એમણે મને એ આપી. જોયે કંઈક ઓળખતો હોઈશ, પણ પરિચયની પહે લી ગાંઠની એ પળ હતી. મુદ્રણના દરે ક તબક્કા માટેની એમની નિષ્ણાતી ખાંખતનો તેમ સદ્ય પ્રતિસાદની રીતે સામી વ્યક્તિને ઉપયોગી થવાના એમના હૃદયગુણનો પ્રારં ભિક પરિચય, પછી તો, ઉત્તરોત્તર અંકે જ નહીં બલવત્તર પણ બનતો રહ્યો. મેં જોયું કે એ ઝડપથી ઊંચી પાયરીએ ચડી રહ્યા હતા, પણ સંપર્કો ને કહે ણ છતાં નવજીવનને મુકાબલે ખાસો વધારે દરમાયો મેળવવા બાબતે બીજાં પ્રેસનિમંત્રણો બાબતે નિ:સ્પૃહ હતા. કદાચ, એ વર્ષોમાં એ નવજીવનને એવા ને એટલા કમિટેડ હતા કે બીજુ ં નિમંત્રણ નકારવામાં પોતે કોઈ મીર માર્યાની લાગણીયે એમને જાગી નહીં હોય. બીજુ ં મેં એ જોયું કે જ ેમ એ ચડતા ગયા તેમ તેમ અગાઉ, કથિત નીચલી પાયરીએ સાથે કામ કરનારાઓ જોડે, પ્રકાશનક્ષેત્રમાં પડેલા અન્ય લોકો સાથે, આગળ ચાલતાં પત્રકારત્વના છાત્રો સાથે, સૌની જોડે સંબંધ બંધાયો તે બંધાયો. પહે લપૂર્વક ધક્કો ખાવાનો ને કામ વહોરવાનો જ ે ઉમંગ, એ તો કોઈ એમની કને શીખે. અને આ બધું ચાલે પાછુ ં હળવાશથી‑ચા, ભજિયાં, દાળવડાં, ગાંઠિયા સાથે. પહે લી મુલાકાતે અમે ખડખડાટ હસ્યાની જ ે વાત કરી એમાં નિમિત્ત કંઈક અંશે હં ુ હતો, પણ મેં જોયું કે અનાવિલ ભાયડાને ટોળટીખળ સહજ છે. જ ેલમાંથી બહાર આવી મેં ‘નૂતન ગુજરાત’ની સંપાદકીય કામગીરી હાથમાં લીધી ત્યારે મને સામેથી સૂઝી રહે લા અને મુસ્તાકઅલી પેઠ ે અડધી પીચે આવી મળી રહે લા લેખક મિત્રોમાં જિતુભાઈ 96

પણ હતા—અને તે પાછા નર્મમર્મ, હાસ્યકટાક્ષની ધારીએ લખનાર તરીકે. જનતા વિઘટનના એ ગાળાને એમણે ‘ચિત્રકૂ ટ કે ઘાટ પે’ શીર્ષકશ્રેણીથી અચ્છો ઝીલ્યો. (મને યાદ છે, એમણે એક વાર આયારામ, ગયારામ, ભજનલાલ ઘટનાને વિકલ્પે રાજકીય જમાવટ માટે ‘ચમન’પ્રાશની આબાદ જિકર કરી હતી!) પછીથી ‘રં ગતરં ગ’ દિવસોમાં, એટલેસ્તો, નરે ન્દ્ર ત્રિવેદીએ એમને ‘સડસડાટ’ બરક્યા અને જિ. દે. સાંઈરૂપે ચમકાવ્યા. એમનું લેખન જો કેવળ વ્યાવસાયિક ક્ષેત્રનું ન રહે તાં હાસ્યકટાક્ષની ચાલુ કોલમરૂપે ચાલ્યું તો ઉત્તમ નાગરિક ગુણસંપદાની માવજત કરતા કટારનિબંધોમાં પણ કોળ્યું. એમાં આવરાયેલા વિષયવૈવિધ્યમાં હં ુ અહીં નહીં જઉં, પણ મને યાદ રહી ગયેલો એક કટારલેખ જરૂર સંભારીશ. મિત્રનું ઘર હવે ઊંચા જમીનદામ સાટે વેચાઈ જતાં એ જગ્યામાં કશુંક ખૂંચતું અનુભવાય છે. વળી નવું મકાન ઊભું થાય છે. વિકસતા મહાનગરના આ કાળરાબેતાને એમણે કેવી ભીની નિસબત સાથે નિરૂપ્યો હતો! પુસ્તકમેળા સંદર્ભે એકવ્યક્તિસંસ્થા સરખા બની રહે લા રતિભાઈને પણ એમણે સુપેરે સંભાર્યાસરાવ્યા હતા. એમનો આ ગુણ જ ેમ લેખનમાં તેમ જાહે ર આયોજનોમાંયે વરતાતો—‘અખંડ આનંદ’ને આજીવન જીવલગ સંભાળનાર ત્રિભુવનદાસ ઠક્કરને કોઈક રીતે માન આપવું જોઈએ એ તો એમને જ સૂઝે. લેખન એ જરૂર કરતા. ટૉલ્સ્ટૉયની વારતાઓની કે, ‘જ ેકિલ અને હાઇડ’ની ગુજરાતી રજૂ આતમાં પણ એમને આનંદ આવતો, અને ગેડ પણ ઠીક બેઠલ ે ી. પણ મુખ્યત્વે એમનું વ્યક્તિત્વ એક કુ શલ પ્રબંધક તરીકે ઊભર્યું. ઉત્તરવયે વિદ્યાપીઠના કુ લનાયક તરીકે પણ હં ુ સમજુ ં છુ ં ત્યાં સુધી એ જ ે પણ ભોં ભાંગી શક્યા હશે કે ઓછુ વં ત્તું સમાલી [ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


આખરદિવસોમાં એક સાંજ ે એમની ખબર પૂછવા કરતો હં ુ એમના વરં ડામાં બેઠો હતો અને પિતા (ઠાકોરભાઈ), માતા (સુભદ્રાબહે ન), બહે ન (કિલબિલ) વગેરેને આવરી લેતી એમની પુસ્તિકા [મા, બહે ન અને પત્ની]1 તૈયાર થઈને આવી. કદાચ, જાનીભાઈ જ લઈને આવેલા એમ યાદ આવે છે. પુસ્તિકાને પાછલે પૂંઠ ે પુત્રવધૂ શિલ્પાનું હાથલખાણ પણ હૃદ્ય હતું. (આમેય વિવેક તો એમને કોઈ કોઈ વાર ‘જમાઈ’ જ ેવો જ લાગતો ને!) સ્વજન- સુમિરનનું આ આખરનું પર્વ એમને એવું જ ગમ્યું હશે જ ેવું છેલ્લી રાતે સાસુ સુભદ્રાબહે ને પોતાને ભાવથી સાથે રાખ્યાનું તારાબહે નને. વરસો જોતજોતાંમાં ચાલ્યાં ગયાં; અને જિતેન્દ્રભાઈને એક નવી ઇનિંગ્ઝ રમવા માટે, ‘ગાંધિયાના’ના મોરચે, સમજાવવાની સહે જ ઉમેદ જાગી ન જાગી ત્યાં તો…

શક્યા હશે તે પ્રબંધનને મોરચે જ. કદાચ, નવજીવનને આર્થિક પ્રશ્નોમાંથી બહાર કાઢી સરખી બેઠકે મૂકવામાં, આવકની નચિંતાઈ સરજવામાં— અને ‘આત્મકથા’ને વિવિધ ભાષાઓમાં તરતી રાખવાની કામગીરીમાં—એ એટલા રોકાયેલા રહ્યા કે દેશની એક શીર્ષ (બલકે મૂર્ધન્ય હોઈ શકતી) પ્રકાશન સંસ્થા તરીકે નવજીવનનો વક્કર ને સિક્કો નવેસર પાડવાનો પ્રસંગ તો હમણે હમણેનાં વરસોમાં જ આવી મળ્યો હતો. ગાંધીના એકોએક અક્ષરની એના પૂરા પાવિત્ર્યપૂર્વકની જાળવણી અને ‘ગાંધિયાના’ નીચે શુદ્ધ સંગોપના, એ પણ રાહ જોતાં રહ્યાં. વચ્ચે મશરૂવાળાની ‘ગીતા’ની પ્રકાશકીય નોંધમાં (જિતુભાઈનાં આખર વરસોમાં) મૂળમાં વચગાળામાં—એટલે કે મશરૂવાળા સિવાયના (કદાચ, કે. કા. જ ેવાઓના હાથે) થયેલા ફે રફારોને બદલે અસલ મુજબ છાપ્યાની વાત વાંચી આનંદ થયો હતો. બલકે, ‘પવિત્ર જાળવણી’ અગર તો ‘હે રિટેજ સંપદા’ની રીતે હવે કાંક બની શકે એવી રાહતલાગણી જાગી હતી, પણ ત્યારે સમજાયું નહોતું કે હવે જિતુભાઈ પાસે વરસો હોવાનાં નથી. જો મનમાં આ બાબતે એમને અંગે કંઈક ડગડગો અને ફરિયાદ છે, તો લાંબી મૈત્રીને છેડ ે આ મિત્ર તરફે મનમાં એક સોજ્જું સમાધાન પણ છે.

e-mailૹ prakash.nireekshak@gmail.com 1. માની મમતા, બહે નનું વહાલ અને પત્નીનો પ્રેમ, ત્રણેય કંઈક જુ દાં છતાં કેવી રીતે લાગણીથી ભરપૂર હોય છે તેનું આલેખન આમાં છે. ત્રણેયના અવસાન પછી તેમને કોઈને કોઈ નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપે લખાયેલા લેખોના સંગ્રહને જિતેન્દ્રભાઈએ ‘અંગત અભિવ્યક્તિની પુસ્તિકા’ ગણાવી છે. –સં. 

Ýè´Üåú ¹åôÜ܉ ÝêÜܴ݃Ü – †ÃÜàíÜÜ¹ß´Ü ‹ÆÜêÜËÁÜ ÆÜàô´Ü‘Üå †ÜÆÜ‘Ü ÍÜÜóÜÜ ôÜܳÜß, ÍÜÜÓ´ÜßÑÜ ÍÜÜóÜ܆ÜÇ ‘å ÝêÜÑÜå (ÍÜÜÄÜ : 1-2-3) Ýè´Üåú ¹åôÜ܉ _ 350 ¹åíÜ †ÃÜå ¹ÜÃÜíÜ   ÓÜåËÜüÚ êÜà‰ ÝôüíÜÃôÜÃÜ _20 ÝÓÆÜ íÜÜÃÜ ÕíÜ‘êÜ   ‡…íÜÄÜ íÜÜçÕïÜÄüÃÜ _10 ËÜ÷àéÆÜß ÄÜÜØÁÜß   ËÜعÜåÆÜÜÁÑÜÜÑÜ _40 ÄÜÜØÁÜßËÜÜÆÜà   ËÜåÄÜÏÜ ‘à¹ÝôÜÑÜÜ ”æ¹ß _15 üÜçêôüÜçÑÜÃÜß 23 íÜÜ´ÜÜÚ†Üå   ÝêÜÑÜÜå üÜçêôüÜçÑÜ _150 नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

÷íÜå ‹ÆÜêÜËÁÜ “å ³ÜÜå²Ü †ÓôÜܳÜß †ÆÜÂÜÆÑÜ ÆÜàÝô´Ü‘Ü :

ÆÜÂâÉÓßÕ²ÄÜ ‘åíÜß Óß´Üå ³ÜÜÑÜ “å? êÜå. Ýè´Üåú ¹åôÜ܉ • _ 30

97


શિ�ણમાં અગ્રેસર ઃ ફિનલૅન્ડ

અહી ં અને ત્યાં

અશ્વિનભાઈ પટેલ ખાસ્સા એક-દોઢ દાયકાથી શાળાસંચાલકો દ્વારા ઍડમિશનથી લઈને ટ્યૂશન ફી મનઘડંત રીતે રાખવાની ને આ પહે લેથી જ વધુ રાખેલી ફીને વળી દર વર્ષે-બે વર્ષે મનઘડંતપણે વધારતા રહે વાની સામે વાલીઓની જ ે ફરિયાદ રહ્યા કરતી હતી તે અંગે, ચોક્કસ રકમથી વધુ ફી ન લઈ શકવા અંગેનું વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર થયું છે. જોકે વર્ષોથી ચાલી આવતી આ ફરિયાદ—અખબારો અને ન્યૂઝચૅનલોમાં સાતત્યપૂર્વકના સ્થાન જાળવી રાખવા છતાં—અત્યાર સુધી ધ્યાન પર કેમ ન આવી, અને આવી હતી તો જ ે પગલું અત્યારે ભરાયું તે પહે લાં કેમ ન ભરાયું તે પ્રશ્નના જવાબ હજુ મળ્યા નથી. પણ હમણાં ‘દેર આયે દુરસ્ત આયે’ માની, આ એક સુધાર કર્યો છે તો ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે કરવા જ ેવાં બીજાં પણ ઘણા સુધાર પૈકી કેટલાક કેવા હોઈ શકે તે અંગે વિચારપ્રેરક એક લેખ. …

જ્યાં જ્ઞાન છે ત્યાં સુખ અને સમૃદ્ધિ છે અને સિંગાપોર છે. જ્યારે અમેરિકાનો નંબર સત્તરમો

જ્યાં અજ્ઞાન છે ત્યાં દુઃખ અને ગરીબી છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અક્ષરજ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન અનુભવથી પણ પ્રાપ્ત થાય છે. જ્યાં ઊંચા દરજ્જાનું શિક્ષણ પ્રાપ્ત થતું હોય તે દેશ વધારે સારી પ્રગતિ કરી શકે છે. તો હવે પ્રશ્ન એ થવો જોઈએ કે વિશ્વનો કયો દેશ શિક્ષણમાં પ્રથમ છે જ ેના કારણે એ સુખી પણ હશે એમ ધારી શકીએ. જવાબ છે ફિનલૅન્ડ1. તો ચાલો, આ ટચૂકડા દેશની શિક્ષણપ્રથા વિશે થોડુ ં જાણીએ. ફિનલૅન્ડ યુરોપખંડમા આવેલો છે. તેનું ક્ષેત્રફળ માત્ર ૩,૩૮,૧૪૬ ચોરસ કિલોમિટર છે. તેની કુ લ વસ્તી આશરે ૬૦ લાખની છે. તે દેશની મુખ્ય ભાષા ફિનીશ અને સ્વિડિશ છે. ફિનલૅન્ડ દેશ ઈ. સ. ૧૯૧૭માં રશિયાથી મુક્ત થઈ સ્વતંત્ર થયો. વિશ્વના ૫૦ દેશોની શિક્ષણપ્રથાનો અભ્યાસ કર્યા બાદ તૈયાર થયેલો બાવન પાનાંનો અહે વાલ દર્શાવે છે કે ફિનલૅન્ડ દેશની શિક્ષણપ્રથા નંબર વન છે. બીજા નંબરે દક્ષિણ કોરિયા, ત્રીજા નંબરે હોંગકોંગ, ચોથા નંબરે જાપાન અને પાંચમાં નંબરે 1. વર્ષ ૨૦૧૨થી દર વર્ષે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ હે પ્પિનેસ રિપોર્ટ’ જાહે ર કરે છે તેમાં ૨૦૧૭ના અહે વાલ મુજબ ફિનલૅન્ડ હાલમાં પાંચમો ક્રમાંક ધરાવે છે. –સં. 98

છે. સૌથી છેલ્લો નંબર ધરાવતા ત્રણ દેશોમાં મેક્સિકો, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા છે. આ અહે વાલમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે (૧) ઉત્તમ શિક્ષણ આપવા માટે ઉત્તમ શિક્ષકો હોવા જોઈએ. (૨) માત્ર શાળાનાં મકાનો અદ્યતન બનાવવાથી બાળકો ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી. (૩) શિક્ષકોને એક સાધન તરીકે ન ગણવામાં આવે પણ એક અમૂલ્ય માનવ માનવામાં આવે. (૪) શિક્ષણમાં જ ે તે દેશની સંસ્કૃતિ પર ખૂબ જ ભાર મૂકવો જોઈએ. (૫) દરે ક માતાપિતાએ પણ બાળકોના શિક્ષણમાં ભાગ ભજવવો જોઈએ. બધા દેશોએ શિક્ષણમાં એ ખ્યાલ રાખવો જોઈએ કે તેઓ ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને ભણાવી રહ્યાં છે, નહીં કે વર્તમાન માટે. અહીં આ અહે વાલમાંથી કેટલાક મુદ્દા સારવીને આપ્યા છે.

1. 2. 3. 4.

ફિનલૅન્ડમાં દરે ક શાળા સરકારી છે. એક પણ ખાનગી શાળા નથી. શિક્ષણ વિનામૂલ્ય છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો પણ ફરજિયાત માસ્ટર ડિગ્રી ધરાવતા હોય છે. શિક્ષકોની ભરતીમાં પણ યુનિવર્સિટીમાં પ્રથમ દસ આવેલ વિદ્યાર્થીઓને પ્રથમ તક આપવામાં આવે છે. [ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


5. સરકાર તરફથી દરે કને મફત ભોજન આપવામાં આવે છે. 6. દરે ક બાળકે જાતે ચાલીને શાળાએ આવવું ફરજિયાત છે. 7. વિદ્યાર્થીઓને કોઈ હોમવર્ક આપવામાં આવતું નથી, કારણ કે એવું માનવામાં આવે છે કે વિદ્યાર્થીઓ ક્લાસમાં જ ઉત્તમ પ્રવીણતા પ્રાપ્ત કરી શકે છે. 8. બાળક જ્યારે સાત વર્ષનું થાય ત્યાર પછી જ શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. કારણ કે વૈજ્ઞાનિક રીતે ડૉક્ટરોનું માનવું છે કે મગજના કોષોનો ૯૦% વિકાસ બાળકના પ્રથમ પાંચ વર્ષમાં થાય છે. બાળક જ્યારે સાત વર્ષનું થાય ત્યારે તેના ૮૫% જ્ઞાનતંતુઓનો સંપૂર્ણ વિકાસ થઈ ગયેલ હોય છે. આ ઉંમરે બાળક જાતે ખાતાં શીખી ગયેલ હોય છે અને શરીર સ્વચ્છ રાખતાં પણ આવડી ગયેલું હોય છે. ઉપરાંત શુદ્ધ ઉચ્ચાર પણ કરી શકતું હોય છે. આથી પહે લાં સાત વર્ષ બાળકોને માત્ર રમતો રમાડીને જ્ઞાન આપવું જોઈએ. 9. ફિનલૅન્ડમાં શિક્ષકોને પણ ડૉક્ટરો જ ેવો જ દરજ્જો આપવામાં આવે છે. તેમને આશરે ૩૦,૦૦૦ ડૉલર્સ પગાર આપવામાં આવે છે. 10. નબળા શિક્ષકોને કાઢી મૂકવામાં આવતા નથી પણ તેમને વધારે યોગ્ય તાલીમ આપી સક્ષમ બનાવવામાં આવે છે. 11. વિદ્યાર્થીઓને રમતો શિખવાડવામાં આવે છે પણ ટીમ બનાવી કોઈ સ્પર્ધાઓ કરવામાં આવતી નથી. સ્પર્ધાઓને કોઈ મહત્ત્વ આપવામાં આવતું નથી. 12. એક ક્લાસમાં આશરે ૨૦ વિદ્યાર્થીઓ હોય છે અને દરે ક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થી ભણવામાં નબળો લાગે તો તરત જ તેની જરૂરિયાતો પર ધ્યાન આપી યોગ્ય આયોજન કરવામાં આવે છે. 13. ફિનલૅન્ડ દેશના શાસકો જાણે છે કે આજના

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

સરકાર ખાસ ધ્યાન રાખે છે કે દરેક વિદ્યાર્થીને મફત શિક્ષણ, ભોજન, પાઠ્યપુસ્તકો, બસ,

ટ્ર ેન-મુસાફરી, નવાં સાધનો, નવી સગવડો, મળી રહે . અભ્યાસ અંગે પૂરતી ચર્ચા માટે અવકાશ મળી રહે

સ્પર્ધાત્મક માહોલમાં આગળ રહે વા માટે શિક્ષણ એક જ એવું સાધન છે જ ેના વડે સફળતા હાંસલ કરી શકાય. આર્થિક વિકાસ માટે શિક્ષણમાં ઉત્તમતા હોવી જરૂરી છે. મનુષ્યના ઉત્તમ શિક્ષણ માટે કરે લું પૈસાનું રોકાણ જ ઉત્તમ રોકાણ સાબિત થાય છે. માટે સરકાર શિક્ષણ માટે બની શકે તેટલું વધારે બજ ેટ ફાળવે છે. સરકાર ખાસ ધ્યાન રાખે છે કે દરે ક વિદ્યાર્થીને મફત શિક્ષણ, ભોજન, પાઠ્યપુસ્તકો, બસ, ટ્રેન-મુસાફરી, નવાં સાધનો, નવી સગવડો, મળી રહે . અભ્યાસ અંગે પૂરતી ચર્ચા માટે અવકાશ મળી રહે . 14. દરે ક શાળા સ્વચ્છ રાખવામાં આવે છે. 15. ગમે તેટલી ઠંડી હોય છતાં મેદાની રમતો કે બહારની પ્રવૃત્તિ કરવા પર ભાર મૂકવામાં આવે છે. 16. વાચનને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવે છે. દુનિયાના બધા દેશો કરતાં ફિનલૅન્ડ દેશ બાળકો માટેનાં વધારે પુસ્તકો છાપીને બહાર પાડે છે. બીજા દેશોની કે બીજી ભાષાના ટેલિવિઝન પ્રોગ્રામ્સપ્રસારિત કરવામાં આવે ત્યારે ખાસ ફિનલૅન્ડ દેશની ભાષાના સબ-ટાઇટલ આપવામાં આવે છે જ ેથી બાળકો સમજી શકે. 99


17. નાનાં બાળકોને ગણિત કરતાં બીજા વિષયો જ ેવા કે પ્રાણીઓ, જીવનચક્ર, વસ્તુઓ, પ્રકૃ તિ પર ભાર મૂકીને શિખવવામાં આવે છે. તેઓને કેમ શીખવું તે શિખવવામાં આવે છે. 18. ઉત્તમ ગુણવત્તાવાળું શિક્ષણ બાળકોને રમત દ્વારા આપવાની બાબતને ખૂબ અગત્યની માનવામાં આવે છે. 19. દેશમાં શાળાઓનાં મકાનો એવી જગ્યાએ બનાવવામાં આવ્યાં છે કે દરે ક બાળક પોતાના

ઘરની નજીકની શાળામાં ચાલીને જઈ શકે. કોઈ દૂરના ગામડામાં શાળા ન હોય તો બાળકોને મફત બસ સેવા પૂરી પાડવામાં આવે છે.

ભારત દેશમાં ઋગ્વેદમાં જણાવેલ છે કે ‘દરે ક દિશાએથી શુભ અને સુંદર વિચાર પ્રાપ્ત થાઓ’ તો સમગ્ર વિશ્વના કોઈ પણ દેશની સારી વ્યવસ્થાને શું આપણે પણ અપનાવીને ભારતને વધારે ઉજ્જવળ ન બનાવી શકીએ? [કોડિયું, માર્ચ ૨૦૧૬માંથી સાભાર, સંપાદિત] 

નવજીવનનાં કે ળવણીવિષયક પુસ્તકો

કેળવણીનો કોયડો ગાંધીજી ખરી કેળવણી ગાંધીજી ટાૅલ્સ્ટાૅયની ૨૩ વાર્તાઓ લિયો ટાૅલ્સ્ટાૅય, અનુ. જિતેન્દ્ર દેસાઈ પાયાની કેળવણી ગાંધીજી આત્મરચના અથવા આશ્રમી કેળવણી  જુ ગતરામ દવે જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધી

_80.00 _80.00 _150.00 _50.00 _125.00 _400.00

બુનિયાદી શિક્ષણ (નઈતાલીમ)ની ઐતિહાસિક અને _35.00 વૈચારિક વિકાસયાત્રા ચંદ્રકાંત ઉપાધ્યાય મહાત્મા ગાંધીની કેળવણીની ફિલસૂફી  ડાૅ. મણિભાઈ પટેલ _60.00 મૂરખરાજ અને તેના બે ભાઈઓ ગાંધીજી _10.00 ગાંધીજીનું શિક્ષણદર્શન (એમના જ શબ્દોમાં)  સં. મ. જો. પટેલ _60.00

નવજીવનમાં ‘વિનોદની નજરે’

નવી પેઢી સુધી ગાંધીવિચાર, ગુજરાતી સાહિત્ય, કળા તથા ખાદી અને ગ્રામોદ્યોગની ચીજવસ્તુઓ લઈ જવાના ભાગરૂપે નવજીવનમાં શરૂ કરાયેલા કર્મ કાફે , સત્ય આર્ટ ગૅલરી અને સ્વત્વ એથનિક વેર ઉપરાંત જાણીતી વ્યક્તિ સાથે ચર્ચા-ગોષ્ઠિનો કાર્યક્રમ પણ પ્રસંગોપાત યોજવાનું શરૂ કર્યું છે. આ અંર્તગત તા. ૧૮મી માર્ચે નવજીવનના જિતેન્દ્ર દેસાઈ મેમૉરિઅલ હૉલમાં હાસ્યલેખક વિનોદ ભટ્ટને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચાહકોથી પૂર્ણપણે ભરાઈ ગયેલા હૉલમાં તેમણે અનેક સાહિત્યકારો સાથેનાં સંસ્મરણો વાગોળ્યા હતા.

100

[ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


સાર્થ જોડણીકોશની છ�ી સંવર્ધિત આવૃત્તિનું લોકાર્પણ પુનિતા હર્ણે જ ેવી અરાજકતા ગૂજરાતી શબ્દોની જોડણી વિષે વર્તે છે, એવી ભાગ્યે જ બીજી કોઈ ભાષામાં હશે. મરાઠીમાં નથી, બંગાળીમાં નથી, તામીલમાં નથી, ઉર્દૂમાં નથી. યુરોપની ભાષાઓમાં નથી જ. જ ે ભાષાના શબ્દોની જોડણી બંધાઈ ન હોય, તે ભાષાના બોલનારા જંગલી ન કહે વાય તો શું કહે વાય? મનુષ્ય જ ેમ આગળ વધે તેમ તેની ભાષા વધે જ છે. ભાષા ઉપરથી તેના બોલનારાની પરીક્ષા ઘણી બાબતમાં કરી શકાય છે. — મો. ક. ગાંધી

[ સાર્થ જોડણીકોશની પહે લી આવૃત્તિ બહાર પડી, એ ટાણે ‘નવજીવન’(૭-૪-૧૯૨૯)માં ગાંધીજીએ લખેલું તે ‘ગાંધીજીના આશીર્વાદ’ શીર્ષક તળે જોડણીકોશમાં છપાયું, તેમાંથી એક અંશ]

મહાત્મા ગાંધીએ ભાષાની પવિત્રતા, શાસ્ત્ર અને આ થડે બેસીને કરવાનું કામ છે. કોશનું, અનુવાદનું,

વિજ્ઞાન જાળવવાની જવાબદારી જ ેના માથે નાંખી હતી એ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા નવ સંવર્ધિત અને સંશોધિત સાર્થ જોડણીકોશનું તા. ૧૬ ફે બ્રુઆરી ૨૦૧૭ના રોજ વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાખંડમાં લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્વાભાવિક રીતે જ ગુજરાતી ભાષા માટે પ્રેમ અને જવાબદારી અનુભવતા સુજ્ઞ ભાષાસેવીઓ આવ્યા હતા. ધીરુબહે ન પટેલ, રઘુવીર ચૌધરી, ચંદ્રકાન્ત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચંદ્ર અને રતિલાલ બોરીસાગર જ ેવા વિદ્વાનોથી મંચસ્થ આ કાર્યક્રમમાં સૌને આવકારતા સાર્થ જોડણીકોશના યજ્ઞકર્મ અંગે કુ લસચિવ રાજ ેન્દ્ર ખીમાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ‘આ કામમાં ૧૫થી ૧૭ વર્ષનો સમય થયો છે. તેમ છતાં કોશકાર્ય અવિરત ચાલતું કામ હોઈ અને અનેક નિષ્ણાતો કામ કરતા હોઈ વાદવિવાદ તો થયા જ કરે પણ એમ ન કરવું હોય તો સૌને ગાંધીજીની પ્રસ્તાવના વાંચવા ભલામણ છે.’ કોશમાં મુખ્ય સંપાદકની જવાબદારી સંભાળનાર ચંદ્રકાન્ત શેઠ ે કોશની વિકાસયાત્રા અંગે વિસ્તારથી વાત કરી હતી. તેમણે કહ્યું કે કોશની ‘આ ઘટના ભાવ-પ્રતિભાવ અને અનુભવમાંથી નીપજ ેલી છે. नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

સંપાદનનું–આ પ્રકારનું કામ ક્યારે ય અંતિમ ન હોય. કુ લનાયક અને કુ લસચિવને કહે વાનું કે તમને મંચ પર બેસનારા તો મળી રહે શે, પણ પલાંઠી વાળીને કામ કરવા બેસનારા ઓછા છે. ન્હાનાલાલ, ગૂજરાત વિદ્યાપીઠ અને Kwality (ક્વૉલિટી) આઇસ્ક્રીમની જોડણી અંગે ચર્ચા ન જ હોય. તે તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે.’ આમ કહે તાં તેમણે પરં પરાગત ચાલી આવતી કે પસંદગીપૂર્વક અલગ કરવામાં આવતી જોડણી, તેના નિયમો મુજબ યોગ્ય ન હોય તો પણ તેને આવકારવા કે ઉપયોગમાં છોછ ન કરવા અંગે ભાર મૂક્યો હતો. ભવિષ્યમાં પણ આ કામ સાતત્યપૂર્વક ચાલુ રહે એ માટે તેમણે જણાવ્યું કે ‘વિદ્યાપીઠે કોશના આ કાર્યમાં અધિકૃ ત માણસો પાસે કામ કરાવ્યું છે. સંસ્કૃત, ફારસી, ઉર્દૂના નિષ્ણાતોને બેસાડીને કામ કરાવ્યું છે તે હજુ આગળ પણ ચાલુ રહે તે જરૂરી છે.’ કોશની સંવર્ધનયાત્રા અંગેની વિગતો વિસ્તારથી આપ્યા બાદ તેમણે સૌને અપીલ કરી કે, ‘અમને મર્યાદાઓ બતાવજો, પત્રો લખજો. કોશનું કામ ઝીણવટભર્યું છે, કોશને જ ેવો છે તેવો સ્વીકારજો અને તેની અનેક આવૃત્તિઓ થાય તેવી આશા રાખું છુ .ં ’ 101


તસવીરઃ અશ્વિનકુ માર

સાર્થ જોડણીકોશની છઠ્ઠી આવૃત્તિના લોકાર્પણ પ્રસંગે (ડાબેથી) નિરં જનાબહે ન વોરા. ચંદ્રકાન્ત શેઠ, રમેશ બી. શાહ, સિતાંશુ યશશ્વંદ્ર, ચંદ્રકાન્ત ટોપીવાળા, રતિલાલ બોરીસાગર, અનામિક શાહ, રઘુવીર ચૌધરી, ધીરુબહે ન પટેલ, શિલીન શુક્લ, ત્રિકમભાઈ પટેલ અને રાજ ેન્દ્ર ખીમાણી

પ્રાસંગિક ઉદ્બોધન આપતાં ધીરુબહે ન પટેલે તેમના ગાંધીજી સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં અને પોતાનું માતૃભાષાનું શિક્ષણ કેવું મજબૂત થયું હતું તેના પ્રસંગોની વાત કરી. ‘…દુકાનનાં પાટિયાં વાંચીને ગુજરાતી શીખ્યા અને જોડણી પાકી થઈ. મારા મગજમાં તો જાણે જોડણીનું ભૂત ભરાયું. કંઈક કેટલાયને ખિસ્સાકોશ ભેટ આપતી. એટલે જ તમને સૌને કહી શકું છુ ં કે લગ્નપ્રસંગે પણ પુસ્તકો ભેટ આપો. બાળકોને બે વર્ષની ઉંમરથી જ ગુજરાતી શીખવાડો. માતૃભાષામાં શિક્ષણ આપવાનો આગ્રહ રાખો, નહિતર ગુજરાતી ભાષાનું બેસણું અને ઉઠમણું થયું હોય એવા કાર્યક્રમો થયા જ કરશે. …રહી વાત ગુજરાતી ભાષાની તાકાતની, સાહે બ, ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે…’ એનો અનુવાદ કરી જુ ઓ! … એક ઉંમરે તમને ખાલીપો વર્તાશે ને ત્યારે ગુજરાતી યાદ આવશે.’ અન્ય મંચસ્થોમાં રઘુવીર ચૌધરીએ આ પ્રકારના કોશ અવિરત ચાલતાં કામ હોવાનું આગળ વધારતા કહ્યું કે, ‘આર એલ. ટર્નરે નેપાળી ભાષામાં કોશ કર્યો અને પછી તેનો તુલનાત્મક કોશ કર્યો. હરિવલ્લભ ભાયાણી સાહે બે તેમાંથી ૩૦૦ ભૂલો 102

કાઢી. એ દિવસોમાં પ્રોફે સર રાઇટસાહે બે સમજણ આપવા મને વચ્ચે રાખેલો. એ દિવસોમાં હિન્દીગુજરાતી ધાતુકોશ પણ તૈયાર થયેલો. હિન્દીના અનેક શબ્દકોશ એમના રૂમમાં જોયેલા.’ સાર્થ જોડણીકોશની વિવિધ આવૃત્તિ અંગે પણ તેમણે વાત કરી. ‘વ્યક્તિ કે સંસ્થાને પોતાના નામની જોડણી પોતે જ ે રાખે તે પ્રમાણે કરવાનો અધિકાર છે.’ એ વાતને રજૂ કરીને તેમણે ભૂતકાળમાં સાહિત્યકારો વચ્ચેના વિવાદોને પણ યાદ કર્યાૹ ‘જોડણીકોશમાં ઘણું કરીને પ્રચલિત અને માન્ય શબ્દોને જ સ્થાન હોય છે, પણ બોલચાલની ભાષા જુ દી છે અને ઘણી સમૃદ્ધ પણ. પ્રાદેશિક અને તળપદી ભાષાના શબ્દોની પણ નોંધ લેવાય તે માટે કંઈક કરવું જોઈએ.’ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ ચંદ્રકાન્ત ટોપીવાળાએ ભાષાની સીમાઓ હડસેલાતી રહી છે ત્યારે ઑક્સફર્ડ ડિક્ષનરી દુનિયાની અનેક ભાષાઓના શબ્દોને ઉમેરી રહી છે તેની વાત કરતા સાર્થ જોડણીકોશના નવ સંસ્કરણ ખ્યાલ આપ્યો દાર્શનિક તેનો સાર એ હતો કે, ‘…આ કટોકટીના કાળે, ભાષાઓ એકબીજીને છેદી રહી છે ત્યારે સાર્થ જોડણીકોશરૂપે આ પ્રારં ભ વારં વાર બની રહે .’ [ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગુજરાતી ભાષાના મૂધર્ન્ય કવિ, નાટ્યકાર અને વિવેચક સિતાંશુ યશશ્ચંદ્રે અન્ય શૈક્ષણિક પરિસર સાથે વિદ્યાપીઠમાં વર્તાતી અને અનુભવાતી શાંતિની તુલના કરીને કુ લનાયક અનામિક શાહ અને કુ લસચિવ રાજ ેન્દ્ર ખીમાણીના વ્યવહારને નોખા અને આગવા ગણાવીને કોશકાર્યાલયની મહે નતના પરિણામ રૂપે મળેલ જોડણીકોશને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘આ કામ સારું થયું છે તેમ આગામી કાર્યો પણ સરસ જ થશે. અહીંના કુ લપતિ ઇલાબહે ન ‘અનુબંધ’ના મહત્ત્વને સમજાવે છે તેવે સમયે પહે લાના સમયની બોલાતી ભાષા અને અત્યારની બોલાતી ભાષા વચ્ચે ઇતિહાસનો અનુબંધ છે, …ભાષા ચામડી છે, કવચ નથી ને તેથી જ ભાષામાં આટલું વૈવિધ્ય જોવા મળે છે. વિચરતી જાતિની ભાષા પણ અલગ હોય છે. …. આચાર્ય હે મચંદ્રાચાર્યે ચારે ય દિશાઓમાંથી જોડણીકોશ અને વિવિધ વિષયકોશ મંગાવ્યા. લોકસાહિત્ય, લોકબોલી, કથાસાહિત્યમાંથી બધું એકત્ર કરીને જયારે એ પ્રગટ થયો ત્યારે હાથી પર તેની યાત્રા કાઢવામાં આવી હતી અને ખુદ મહારાજ સિદ્ધરાજ જયસિંહ આગળ ચાલતા હતા. … મોટી દીવાલોથી અલગ આ વૃક્ષોવાળા પરિસરમાં ઇલાબહે નના પ્રિય શબ્દ અનુબંધની જ ેમ અહીં પણ એવો અનુબંધ રચાય અને ભાષા અને સાહિત્યનો બંધનથી વિરુદ્ધ વિખરાટ થાય તેવી શુભેચ્છા. મને ખાતરી છે કે ભારતમાં જો કોઈ ભાષાનું કામ થવાનું હોય તો તે અહીં જ થશે.’ ગુજરાતી ભાષાના અગ્રણી હાસ્યલેખક અને પાઠ્યપુસ્તકોનો ભાષા અને કૌશલ્ય સાથે કામ પાર પાડનારા રતિલાલ બોરીસાગરે તેમની આગવી શૈલીમાં સૌને ચાર્જ કરતાં જણાવ્યું કે, ‘ભાષા માટેનો પ્રેમ જોઈને મને રોમાંચ થતો હતો, વિદ્યાપીઠના આ તપકાર્યથી મને ચાર્જ થઈ ગયા नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

જ ેવું લાગે છે. અને તમે સૌ તો જાણો જ છો કે ઉત્તમ કાર્યો અધૂરાં રહે વા જ સર્જાયાં હોય છે. કોશનું કાર્ય પણ આવું જ છે તેમ સમજવું.’ તેમણે કહ્યું કે ‘૧૯૭૪થી મને ભાષાપ્રેમ થયો તે દિવસથી એક પણ દિવસ એવો નથી ગયો કે મેં જોડણીકોશ ખોલ્યો ન હોય. આ એક સુવ્યવસ્થા છે. જ ે માટે અમે સૌ વિદ્યાપીઠના સારસ્વતોના ઋણી રહીશું.’ ‘એક જમાનામાં વિદ્યાપીઠનાં પાઠ્યપુસ્તકો પ્રકાશિત થતાં હતાં. તે શ્રેષ્ઠ પુસ્તકો હતાં. રવીન્દ્ર દવે કહે તા કે, “અમે ગૂજરાત વિદ્યાપીઠની સામગ્રી આખા જગતમાં વાપરી છે.” અમે કોશનું આ કાર્ય કરનારાને વંદન કરીએ છીએ. જ્ઞાનનો આ અગ્નિહોત્ર ચાલુ રહે વો જોઈએ. ખબર નહીં આવનારા સમયમાં રમેશ પારે ખનાં કાવ્યો કોઈ સમજી શકશે કે નહીં અને મડિયાના જાનબાઈ અને દેવાયતનું જ ેલ તોડીને આવવું કોઈને સમજાશે કે નહીં, પણ અહીં યજ્ઞકર્મ ચાલુ રાખજો.’ કાર્યક્રમ મધ્યે મહાનુભાવોને શાલ અને જોડણીકોશ આપીને અભિવાદન કરવામાં આવ્યું. અધ્યક્ષીય ઉદ્બોધનમાં કુ લનાયક અનામિક શાહે જણાવ્યું કે, ‘જ ેમ જર્મન કવિ ગટે માથે ગ્રંથ મુકીને નાચ્યો હતો એવું ગુજરાતી સમાજમાં કોશ માટે થવું જોઈએ. કોશ લઈને ફરવું જોઈએ. ૪,૭૭૮ નવા શબ્દો અને ૭૩,૨૪૫ કુ લ શબ્દો સાથેનો સંવર્ધિત કોશ આપ સૌની સામે અનેક વર્ષો બાદ આવ્યો છે. ૧૯૯૬થી ૨૦૧૬, સુધી સાબરમતીમાં અનેક પાણી વહી ગયા છે. પણ સાર્થ જોડણીકોશ માટેના આ કાર્ય માટે મગનભાઈ દેસાઈને સ્મરી લઈએ. આ કોશ કેવી રીતે વાપરવો તેની વિસ્તૃત નોંધ તેમાં આપેલી જ છે.’ અંતિમ વક્તવ્ય કોશકાર્યના સંવાહક સુશ્રી નિરં જનાબહે ન વોરાએ આપ્યું. કોશકાર્યાલયની યાત્રામાં સહભાગી થયેલા અને નિમિત્ત બનેલા 103


નાનામોટા સૌ કોઈને યાદ કરીને તેમણે કોશકાર્યાલયની વિકાસયાત્રા વિસ્તારથી જણાવતા કહ્યું કે, ‘ગુજરાતી ભાષાની એકવાક્યતા અને શુદ્ધિ જળવાઈ રહે તે માટે પૂ. ગાંધીજીની પ્રેરણાથી શબ્દકોશનું કાર્ય ૧૯૨૯માં આરં ભાયું હતું. આજ ે તેની સંશોધિત-સંવર્ધિત છઠ્ઠી આવૃત્તિનું વિમોચન થયું છે ત્યારે આરં ભમાં જ હં ુ આ શબ્દકોશના પ્રકાશનકાર્ય માટેના પ્રણેતા મુ. મોહનભાઈ શં. પટેલને હૃદયપૂર્વક પ્રણામ કરું છુ .ં આ કોશ વિદ્વાનોની સહમતીથી અને શક્ય તેટલો સંપૂર્ણ બની શકે તે માટે તેમણે કરે લા અથાક પ્રયત્નોને કારણે થયેલો છે. તેમના અવસાન પછી તેમની સાથેના શબ્દકોશ સમિતિના સભ્યોએ અને ગૂજરાત વિદ્યાપીઠના કોશ વિભાગે આ શબ્દકોશ માટેનું કામ ચાલુ રાખ્યું હતું. કોશના વિમોચન પ્રસંગે પધારીને પ્રેરક વ્યાખ્યાન આપવા આવેલ સૌ સાહિત્યકારો, કોશ સમિતિના વિદ્વાન માર્ગદર્શકો, પરામર્શકોનો આભાર માન્યો હતો. પ્રણામ પાઠવ્યાં હતાં. કુ લનાયક અનામિક શાહ, કુ લસચિવ રાજ ેન્દ્ર ખીમાણી અને પૂર્વકુ લનાયક સુદર્શન આયંગારના પ્રોત્સાહક વલણ અને જરૂરી સગવડો પૂરી પાડવા બદલ આભાર માન્યો હતો.

આ કાર્યમાં સાથ આપનાર સૌને યાદ કરતા તેમણે કહ્યં કે, શબ્દકોશ વિભાગના કાર્યકરો સર્વશ્રી ગિરીશભાઈ, સત્યનારાયણભાઈ તથા સુધાબહે ન રાઠોડે પણ તેમની ભાષાગત સૂઝ અને સમજદારીથી નિષ્ઠાપૂર્વક સતત કાર્ય કર્યું છે તો આ શબ્દકોશનાં પ્રકાશન અને વિમોચન કાર્ય માટે પ્રકાશન વિભાગનાં તૃપ્તિબહે ન તથા તેમના કર્મચારીગણે પણ ખૂબ જહે મત લીધી છે. દૃશ્ય-શ્રાવ્ય, પત્રકારત્વ અને ગ્રંથાલય વિજ્ઞાન વિભાગ તથા ગ્રંથાલયના સેવકોનો પણ સહયોગ સાંપડ્યો છે. શબ્દકોશ માટે કમ્પ્યૂટરનો પ્રોગ્રામ બનાવી આપવા માટે ‘ઓએસીસ સીસ્ટમ’ના ઉસનસભાઈ ભટ્ટ અને રાજ ેન્દ્રભાઈ શુક્લના ભાષાપ્રેમ, અને કોશ પ્રત્યેની નિષ્ઠાનો પણ આ પ્રકાશનમાં ફાળો છે, આમ કોશકાર્ય ખરા અર્થમાં વિદ્યાપીઠના દરે ક વિભાગનું સહકાર્ય બની રહ્યું’ તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું આયોજન પ્રકાશન વિભાગે સંભાળ્યું હતંુ. ઉદ્ઘોષક અને કાર્યક્રમના સંચાલક તરીકે ગુજરાતી વિભાગના અધ્યાપક નીતિન ઢાઢોદરા મંચસ્થ મહાનુભાવોનો સંક્ષિપ્ત અને પર્યાપ્ત પરિચય આપતા કાર્યક્રમને માણવાલાયક બનાવ્યો હતો. E-mailૹ punitaharne@yahoo.co.uk 

104

[ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ ગિરમીટ પ્રથા રદ કરવા માટેની માગણી ચરમસીમાએ પહોંચી તે આ માસ. આ પ્રથા દૂર કરવા માટે જાન્યુઆરીમાં થયેલા ઠરાવ અને પછીના માસે, જ્યાં પણ ભાષણ કરવાની તક ઊભી થઈ ત્યાં ગિરમીટ પ્રથા બંધ કરવાની વાત કર્યા પછી આ માસે ગાંધીજીના પ્રવાસના કેન્દ્રમાં જ જાણે ગિરમીટ પ્રથા રહી. આ માટે કરાંચી અને કલકત્તા (હાલનું કોલકાતા) પણ જઈ આવે છે. કરાંચીની જાહે રસભામાં ગિરમીટની પ્રથા બંધ કરવાનો આગ્રહ કરે છે. કલકત્તા પહોંચી વળી પાછા આ વાત આગળ વધારતા ‘૩૧મી મે કરતાં એક મિનિટ પણ વધારે ’ ગિરમીટિયાઓની ભરતી સાંખી લેશે નહીં તેમ કહે છે. દરમિયાનમાં શિક્ષણપદ્ધતિ, પ્રાંતીય ભાષામાં જ શિક્ષણ, આરોગ્ય, સાદું જીવન અને સત્યાગ્રહ વિશે પત્રવ્યવહાર અને મુલાકાતો રહે છે. રસપ્રદ વાત એ છે કે પ્રાંતીય ભાષામાં શિક્ષણના આગ્રહી ગાંધીજી પુત્ર મણિલાલને લખેલા પત્ર (૭ માર્ચ, ૧૯૧૭)માં તેનું અંગ્રેજી સુધરે એ માટે ‘મિ. શ્લેશિન ઉપર ઇંગ્રેજી કાગળ લખવાનો મહાવરો રાખજો તો તે તમને ઇંગ્રેજીમાં જવાબ આપશે ને તમારું ઇંગ્રેજી પણ સુધારીને મોકલશે. …’ તેમ લખી મોકલે છે.

માર્ચ ૧૯૧૭

૧ કરાંચીૹ આવ્યા. ઉતારો દુર્ગાદાસ બી. અડવાણીને ત્યાં. ૨ કરાંચીૹ હરદેવબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની મુલાકાત ગુજરાતી-કચ્છી તરફથી સત્કાર,

મહારાજને ત્યાં  ગિરમીટ પદ્ધતિ સામેની સભામાં ભાષણ, પ્રમુખ કાસીમબઝારના મહારાજા; સ્થળ ટાઉનહૉલ ૭થી ૯ કલકત્તા. ૧૦થી ૧૧ (કલકત્તા) ૧૨થી ૧૩ રસ્તામાં. ૧૪થી ૩૧ અમદાવાદ 1. ગિરમીટ પદ્ધતિની નાબૂદી માટે, આજ ે, વાઇસરૉય સાથે ચર્ચા કરી હોવાનો સંભવ છે.

સ્થળ પારસી થિયેટર.  જાહે રભાષણ; લશ્કરમાં જોડાવા આગ્રહ; સ્થળ પારસી

૪ દિલ્હી.1 ૫ રસ્તામાં. ૬ કલકત્તાૹ આવ્યા; ઉતારો કાસીમબઝારના

થિયેટર; પ્રમુખ સર સત્યેન્દ્ર સિંહા.  ગિરમીટ પદ્ધતિ સામેની જાહે રસભામાં ભાષણ; સ્થળ ખલકદીના હૉલ; પ્રમુખ હરચંદરાય. ૩ રસ્તામાં.

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

એપ્રિલ, ૨૦૧૭ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી લીલાભાઈ કે. દેસાઈ, બાઇન્ડિંગ વિભાગ, • જ. તા. ૦૧– ૦૪ –૧૯૫૬

શ્રી જિતેન્દ્રભાઈ ત્રિ. પરમાર, ઍસ્ટૅટ વિભાગ,

•  ૧૪– ૦૪ – ’૬૦

શ્રી શરદભાઈ ડા. જાની, મુખ્ય વ્યવસ્થાપક,

•  ૦૬–૦૪ – ’૫૬

શ્રી જિતેન્દ્રભાઈ લ. બારોટ, ઑફસેટ વિભાગ,

•  ૧૭– ૦૪ – ’૫૫

શ્રી દિનેશભાઈ કા. સોલંકી, બાઇન્ડિંગ વિભાગ,

•  ૧૩– ૦૪ – ’૫૬

શ્રી ચિરં તનભાઈ બા દવે, પ્રેસ કાર્યાલય,

•  ૨૪– ૦૪ – ’૬૦

શ્રી રજનીકાંત મા. પટેલ, બાઇન્ડિંગ વિભાગ,

•  ૧૩– ૦૪ – ’૬૦

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૭]

105


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ

નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ, પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂટક કિંમત _ 40

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

106

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

રજત અંક છૂટક કિંમત _ 25

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

[ માર્ચ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


The Kingdom of God is within you નો ગુજરાતી અનુવાદ

વૈકુંઠ તારા હૃદયમાં છે ફોર કલર ટાઇટલ પેપરબેક બાઇન્ડિંગ સાઇઝ 5.5 x 8.5 પાનાં 192 ₹ 200.00 લિયો ટૉલ્સ્ટૉય

૧૮૨૮ • ૧૯૧૦

આવે છે... બારિસ્ટર એમ. કે. ગાંધી પર પ્રભાવ પાડનાર બે પુસ્તકો એક સાથે અનુ. ચિત્તરંજન વોરા એમ. કે. ગાંધી

૧૮૬૯ • ૧૯૪૮

Unto this Last  નો ગુજરાતી અનુવાદ

અન્ટુ ધિસ લાસ્ટ ફોર કલર ટાઇટલ પેપરબેક બાઇન્ડિંગ સાઇઝ 5.5 x 8.5 પાનાં 168 ₹ 170.00 જૉન રસ્કિન

૧૮૧૯ • ૧૯૦૦ ૧૦૭


કાયદાથી ગાયની કતલ કદી અટકાવી ન શકાય ઃ મો. ક. ગાંધી

૧૦૮


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.