Navajivanno Akshardeh June 2017

Page 12

દ‌િ�ણ

આફ્રિકાના

કષ્ટ સહન

કરી રહે લા

દેશબંધુઓ માટે હિંદુસ્તાનના લોકોમાં દેશાભિમાન

જાગી ઊઠ્યું. અને ઘણા જ ઉત્સાહપૂર્વક ફાળો ઉઘરાવવાનું શરૂ થઈ ગયું. પહે લો ફાળો શ્રી રતન

જે. તાતાએ આપ્યો. એમના દષ્ટાંતથી લોકોને

પ્રેરણા મળી. દેશી રાજાઓએ પણ ઉદાર હાથે દાન આપ્યાં. પરિણામે આ લડતના નિભાવ માટે આશરે ૧૦,૦૦૦ પાઉંડ એકઠા થયા

કાઉન્સિલની ઐતિહાસિક બેઠકમાં હિં દુસ્તાનની સરકારે જાહે ર કર્યું કે પોતે શ્રી ગોખલેનો ઠરાવ મંજૂર રાખે છે. આ ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો. એમાં સરકારને એવો અનુરોધ કરવામાં આવ્યો હતો કે તેણે નાતાલ મોકલવા માટેના ગિરમીટિયા મજૂ રોની ભરતી કરવાનું કામ અટકાવવા માટેની સત્તા પોતાના હાથમાં લેવી. આ પ્રચારકાર્ય તેર માસ સુધી ચાલ્યું. એને પરિણામે દક્ષિણ આફ્રિકાના હિં દીઓને પ્રશ્ન બાબતમાં હિં દુસ્તાનનો લોકમત એટલો કેળવાયો કે એની અસરથી ઇંગ્લૅન્ડની સરકારનું આ મુદ્દા તરફ ધ્યાન ખેંચાયું અને તેને ચિંતા પેઠી. અને જ્યારે સત્યાગ્રહની લડતને તોડી પાડવાના ઉદ્દેશથી મોટી સંખ્યાના સત્યાગ્રહીઓને (જ ેમાંના ઘણા તો દક્ષિણ આફ્રિકામાં જ જન્મેલા હતા) હિં દુસ્તાનમાં દેશનિકાલ કરવાના ટ્રાન્સવાલ સરકારના કૃ ત્ય સામે દેશના ખૂણેખૂણામાંથી રોષભર્યા વિરોધના અવાજો આવવા લાગ્યા, ત્યારે હિં દુસ્તાન સરકારની તાકીદની માગણીઓને માન આપી શાહી સરકારે ટ્રાન્સવાલની સરકારને અને પાછળથી સંઘ સરકારને, આ દેશનિકાલની કાર્યવાહી બંધ કરવાને સમજાવી અને તેમાં તેને 192

સફળતા મળી. પાછળથી દેશનિકાલ પામેલા હિં દીઓ દક્ષિણ આફ્રિકામાં પાછા આવ્યા. પરં તુ નારાયણસામીનું ડેલાગોઆ બેમાં અવસાન થયું. કેમ કે એ ભાઈને કાનૂન વિરુદ્ધ બ્રિટિશ પ્રદેશમાં કોઈ પણ જગાએ ઊતરવા દેવાની ના પાડવામાં આવી. આ અરસામાં દક્ષિણ આફ્રિકાનાં ચારે સંસ્થાનો દક્ષિણ આફ્રિકા સંઘરાજ્યના પ્રાંતો બની ગયાં હતાં, અને સામ્રાજ્ય સરકારને હિં દી પ્રશ્ન પાછળ રહે લા ન્યાયના તત્ત્વ વિશે ખાતરી થઈ હતી. એટલે નવી પરિસ્થિતિમાં રહે લી શક્યતાઓનો લાભ ઉઠાવીને, તેણે ૭મી ઑક્ટોબર ૧૯૧૦ના રોજ સંઘ સરકારને ખૂબ જ પ્રસિદ્ધિ પામેલો ખરીતો મોકલી આપ્યો. આ ખરીતામાં સરકારે ભારપૂર્વક એવી ભલામણ કરી હતી કે ૧૯૦૭નો કાયદો નંબર ૨ રદ કરવો, જાતિભેદને આધારે મૂકવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવી લેવો, અને તેની જગાએ હિં દીઓએ સૂચવ્યા પ્રમાણેનો જાતિભેદરહિત કાયદો કરવો, જ ેમાં વહીવટી ભેદભાવ દ્વારા હિં દીઓના ભાવિ પ્રવેશની વાર્ષિક સંખ્યા ઓછામાં ઓછી નક્કી કરવી અને તેને એવા ઉચ્ચ શિક્ષણ પામેલા માણસો પૂરતી મર્યાદિત કરવી, જ ેમની સેવાઓની હિં દી કોમને તેમના ઉચ્ચ કક્ષાનાં કામકાજ માટે જરૂર રહે તી હોય. આ ખરીતા સાથે એક શરત એવી જોડવામાં આવી હતી કે ટ્રાન્સવાલના ઝઘડાનો નિકાલ કરવા માટે જો એવું કંઈ કરવામાં આવશે કે તેનાથી સમુદ્રકિનારાના પ્રાંતોમાં રહે તા હિં દીઓનાં હિતોને નુકસાન પહોંચે, તો સામ્રાજ્ય સરકાર એ વાતને સંતોષકારક નહીં ગણશે. સંઘના પ્રધાનોએ આનો સમાધાનકારક જવાબ વાળ્યો, લડત નરમ પડી અને આખરે , ૧૯૧૧માં, એક યુનિયન ઇમિગ્રેશન બિલ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. એનો ઉદ્દેશ આટલા બધા લાંબા વખતથી ચાલતા આવેલા ઝઘડાનો [ જૂન ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.