Navajivanno Akshardeh February 2018

Page 1

વર્ષૹ ૦૬ અંકૹ ૦૨ સળંગ અંકૹ ૫૮ • ફે બ્રુઆરી ૨૦૧૮

છૂટક કિંમત ઃ _ 15

“તેઓ જીવનભર આત્માનો વિકાસ કરવા માટે પ્રયત્નશીલ રહ્યાં હતાં અને ઈશ્વર પ્રાપ્તિ માટે ઈશ્વરને પ્રિય એવા દુઃખી, ગરીબજનોની સેવાનો માર્ગ તેમણે સ્વીકાર્યો હતો અને જીવનના અંત સુધી ઈશ્વર પ્રિત્યર્થે તેઓ એ કામ કરતાં રહ્યાં હતાં.”

શંકરલાલ બૅંકર, અનસૂયાબહે ન વિશે (અનસૂયાબહે ન સારાભાઈની જીવનકથામાંથી)


વર્ષૹ ૦૬ અંકૹ ૦૨ સળંગ અંકૹ ૫૮ • ફે બ્રુઆરી ૨૦૧૮ છૂ ટક કિંમત ઃ _ 15

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

૧. ગાંધીજી અને અનસૂયાબહે ન. . . . . . . . . . . . . . . . મણિલાલ એમ. પટેલ. . . . ૩૯ ૨. આદર્શ ભાઈબહે ન. . . . . . . . . . . . . . . . . . . . . .કાકાસાહે બ કાલેલકર. . . . ૪૨

કિરણ કાપુરે

૩. ગાંધીદૃષ્ટિૹ સ્ત્રી ઉન્નતિ એટલે?. . . . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી. . . . ૪૫

પરામર્શક

૪. પુનઃપુસ્તક પરિચયૹ સ્ત્રીઓ અને સ્ત્રીજીવનની સમસ્યાઓ. . .નિલમ પરીખ. . . . ૫૧

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર ભાષાશુદ્ધિ

૫. ઔદ્યોગિક સંસ્કૃ તિ અને હિં દ સ્વરાજ. . . . . . . . . . . . . .નિરં જન ભગત. . . . ૫૨ ૬. કાકાના જમાનામાં ‘એપ્રિલફૂલ’નું ટીખળ. . . . . . . . . . .ડૉ. અશ્વિનકુ માર. . . . ૬૦

અશોક પંડ્યા

૭. ગાંધીજીની દોઢસોમી જન્મજયંતી પૂર્વે : નવજીવનની પહે લ. . મો. ક. ગાંધી. . . . ૬૩

આવરણ ૧

૮. ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . . ૬૯

સૌૹ મોટાબેનૹ અનસૂયા સારાભાઈ એક્ઝિબિશન કૅ ટલૉગમાંથી

આવરણ ૪ “સરકારી વિરોધ પક્ષ” [હરિજનબંધુ ૦૧-૦૨-૧૯૪૮] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (6–17)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 6 એ જૂ ન મહિનો અને 17 એ 2017નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૩૮


ગાંધીજી અને અનસૂયાબહે ન મણિલાલ એમ. પટેલ ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળતી ઘટના, અમદાવાદ મિલમજૂ ર સત્યાગ્રહ વેળાએ બની હતી. મિલમાલિકી ધરાવતાં એક જ પરિવારના બે સભ્યો સામસામે હતા. સારાભાઈ પરિવારના અંબાલાલભાઈ મિલમાલિક મંડળના પ્રમુખ હતા, તો બીજી તરફ તેમના જ મોટાબહે ન અનસૂયા મજૂ રોના પક્ષે હતાં. આ પરિસ્થિતિમાં પણ કાકાસાહે બ લખે છે તેમ અંબાલાલભાઈએ કોઈ કાળે મિલમાલિકોનો વિશ્વાસ ખોયો નહીં, એમનું મક્કમ નેતૃત્વ કાયમ રહ્યું. આ બાજુ અનેક પ્રાંતથી ભેગા થયેલા હજારો મજૂ રોના મનમાં એક મિલમાલિકની બહે નના હાથમાં જ પોતાનું હિત સુરક્ષિત છે એ વિશે કોઈ કાળે શંકા ઊઠી નહીં. પોતાનાં જીવનકાળ દરમિયાન અનસૂયાબહે ન મજૂ રો માટે સમગ્ર વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ કરતાં રહ્યાં. તેમનાં પ્રમુખપણાં હે ઠળ મજૂ ર મહાજન ખૂબ વિકાસ પામ્યું, અને તે કાળે ઔદ્યોગિક શાંતિ અને સ્થિરતા જળવાઈ રહી. મજૂ ર મહાજન સંઘના મુખપત્રનું બે દાયકા સુધી સંપાદન કાર્ય સંભાળનાર મણિલાલ એમ. પટેલ અનસૂયાબહે નના અનન્ય પ્રદાન વિશે પરિચય આપે છે. …

અનસૂયાબહે નની સીધી ઓળખ આપવી હોય ગાંધીજીએ પોતાની મજૂ રપ્રવૃત્તિની પ્રયોગશાળા તો કેલીકો મિલના માલિક અંબાલાલ સારાભાઈનાં બહે ન થાય અને ઉદ્યોગપતિ સારાભાઈનાં પુત્રી, પણ આ તો માત્ર પારિવારિક ઓળખ થઈ. આ અનસૂયાબહે નની સાચી ઓળખ કે પરિચય નથી, ગુજરાતમાં મહાત્મા ગાંધી સ્થાપિત ચાર સંસ્થાઓ પૈકી એક મજૂ ર મહાજન સંઘનાં અનસૂયાબહે ન અાદ્યસ્થાપક હતાં. એક કોટ્યાધીશ અને મિલમાલિકની પુત્રી હોવા છતાં એશઆરામનો માર્ગ છોડીને તેમણે મજૂ ર લત્તામાં રહે તાં મજૂ રોનાં ગંદાંગોબરાં બાળકોને સુઘડ, શિક્ષિત અને સંસ્કારી બનાવવાનું કાર્ય ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૫માં ભારત પરત આવ્યા તે પહે લાં ૧૯૧૪માં અમદાવાદના શ્રમજીવી વિસ્તારમાં બાળકોની શાળા શરૂ કરીને કર્યું હતું. ૧૯૨૦માં ગાંધીજીએ સ્વયં મજૂ ર મહાજનનું બંધારણ બનાવીને તેની વિધિવત્ સ્થાપના કરી, તે પહે લાં અનસૂયાબહે ને ૧૯૧૪થી શ્રમજીવી વિસ્તારમાં આ પ્રવૃત્તિ આરં ભી દીધી હતી, ‘એક ધર્મયુદ્ધ’ના નામે જાણીતી ૧૯૧૮માં લડાયેલી લડતમાં અનસૂયાબહે ન સાથે ગાંધીજી સક્રિય રીતે જોડાયા હતા. અનસૂયાબહે નની આ સંસ્થાને नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

ગણાવીને અનસૂયાબહે નને તેનાં ટૅક્‌નિશિયન ગણાવ્યાં હતાં. આમ, દેશભરમાં ગાંધીવિચારની મજૂ રપ્રવૃત્તિ અને સંગઠનનો પાયો અનસૂયાબહે ને નાખ્યો. મજૂ રોમાં અનસૂયાબહે ન ‘મોટાંબહે ન’ના નામે જાણીતાં હતાં. મિલમાલિક મંડળના પ્રમુખ પોતાના જ સગા ભાઈ અંબાલાલ સારાભાઈ સામે મજૂ રોના વાજબી હકો માટે અનસૂયાબહે ને સત્ય અને અહિં સાના માર્ગે જંગ માંડ્યો હતો તે વિશ્વના ઇતિહાસમાં એક અજોડ અને અદ્વિતીય ઘટના હતી. ૧૯૧૦માં મહાત્મા ગાંધીના દ. આફ્રિકાના સાથી મિ. પોલાક અંબાલાલ સાકરલાલને લડતના ફં ડ માટે મળવા આવેલા પણ ઘોડાગાડીવાળો તેમને અમદાવાદમાં જાણીતા અંબાલાલ સારાભાઈને ત્યાં લઈ ગયો. બેત્રણ દિવસ બાદ વાતચીતમાં તેમને ખબર પડી કે આ તો અંબાલાલ સાકરલાલ નહીં પણ અંબાલાલ સારાભાઈ છે. આમ, મિ. પોલાક ચારે ક દિવસ અંબાલાલ સારાભાઈને ત્યાં રહ્યા એ દરમિયાન અનસૂયાબહે ને ગાંધીજી વિશે ઘણું બધું જાણ્યું. ૧૯૧૧માં અનસૂયાબહે ન વધુ અભ્યાસાર્થે 39


અનસૂયાબહે ન

વિલાયત ગયાં પણ અભ્યાસ છોડીને ભારત પાછાં ફર્યાં અને ૧૯૧૪માં અમદાવાદના મજૂ રવિસ્તાર અમરપુરામાં બાળકોની શાળા શરૂ કરી. ૧૯૧૫માં ગાંધીજી ભારત પાછા ફર્યા ત્યારે તેમણે આ શાળા વિશે સાંભળ્યું અને ૧૯૧૬ની ૨જી નવેમ્બરે ગાંધીજી ખુદ કસ્તૂરબા અને મિ. પોલાક સાથે શાળા જોવા આવ્યાં અને પ્રભાવિત થઈને નોંધ્યું કેૹ “આ નિશાળની મુલાકાત લીધા પછી અનસૂયાબહે નના કાર્ય પ્રત્યેનો મારો પ્રેમ વધ્યો છે. છોકરાંઓને સારુ પ્રતિકૂ ળ સંજોગોમાં પણ જ ે ગોઠવણ કરવામાં આવી છે એ ખરે ખર વખાણવાલાયક છે. છોકરાંઓની પાસે આવા લત્તામાં નાની સરખી વાડી બનાવડાવી છે એ દાખલો અનુકરણ કરવા યોગ્ય છે.” ગાંધીજી ૧૯૧૫માં અમદાવાદ આવીને વસ્યા ત્યારથી અનસૂયાબહે ન સાથેનો નાતો બંધાયો હતો. અને તેમની સાથે મુલાકાતો શરૂ થઈ હતી અને ગાંધીજી તેમના કામમાં સક્રિય રસ લેતા હતા. એક વાર ગાંધીજી મુંબઈ જતા હતા, તેઓ રે લવેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા હતા. યોગાનુયોગ અનસૂયાબહે ન પણ એ જ ગાડીમાં મુંબઈ જતાં હતાં 40

પણ તેઓ રે લવેના બીજા વર્ગમાં હતાં. ગાંધીજીએ કહ્યું કે, તમે તમારો સામાન બીજા વર્ગમાં મૂકી રાખો ને મુસાફરી માટે મારી સાથે ત્રીજા વર્ગમાં આવો. ઉનાળાની ગરમી ને તે સમયે ત્રીજા વર્ગમાં પંખાની સગવડ પણ ન હતી. અનસૂયાબહે ન તો સૂઈ ગયાં, વચ્ચે અચાનક તેમની આંખ ઉઘડી તો આશ્ચર્ય વચ્ચે તેમણે જોયું તો ગાંધીજી તેમને પંખો નાખતા હતા. તરત જ બેઠાં થઈને તેમણે ગાંધીજીને પંખો ન નાખવા કહ્યું તો ગાંધીજીએ કહ્યું કે, તમે પહે લા ને બીજા વર્ગમાં મુસાફરી કરવા ટેવાયેલાં છો ને હં ુ તમને ત્રીજા વર્ગમાં લઈ આવ્યો. અહીંની ગરમી તમારાથી સહન થાય તેમ નથી એટલે પંખો નાખતો હતો. અનસૂયાબહે નમાં જ ે ગુણો અને શક્તિ હતાં તેનાથી તે ગાંધીજીની નજરમાં એવાં તો વસી ગયાં હતાં કે ગાંધીજી જાહે રમાં અને પત્રલેખનમાં તેમને ‘પૂજ્ય’ સંબોધન લખતા હતા. આથી સંકોચ પામીને અનસૂયાબહે ને એક વાર ગાંધીજીને પત્ર લખીને ‘પૂજ્ય’ને બદલે ચિ. કે અન્ય કંઈ સંબોધન કરવા સૂચવ્યું. ગાંધીજીએ જવાબમાં લખ્યું કે, મને જ ે સરળચિત્ત, નિખાલસ, નમ્ર, શીલવતી, દૃઢ, નિર્ભય અને સત્યવાદી જણાય છે તે બહે નો ‘પૂજ્ય’ છે. આ બધા ગુણો મેં તમારે વિશે પ્રથમથી જ આરોપ્યા છે. તેથી તમને ‘પૂજ્ય’ કહે તો આવ્યો છુ .ં મારો પ્રેમ બાપનો દીકરી પ્રત્યે હોય તે તમારે વિશે રહ્યો છે. પણ તમે ઉંમરે ઠીક અને ધનિક કુ ટુબ ં નાં એટલે તમને યોગ્ય અને પ્રિય વિશેષણ તમારે વિશે વાપરતાં મારી હિં મત નથી ચાલી. પણ તમે ‘પૂજ્ય’ લખવાની ના પાડો તો ‘ચિ.’ અને તેમાં જ ે સમાયેલું છે તે તો છે જ. હવે કોઈ વેળા બીજુ ં એમ પોતાની મેળે વિશેષણો વપરાયાં કરશે ને છેવટે જ ે પરવડશે તે વપરાશે. અંતે તો હૃદયમાં હોય તે જ હોય. એક પત્રમાં ગાંધીજી અનસૂયાબહે ન વિશે લખે છે કે, “તમારી પર મારો આટલો બધો પ્રેમ છે [ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


જ ેવું નિર્મળ છે અને ગરીબો પ્રત્યે દયાળુ છે. મિલમજૂ રો તેમને પૂજ ે છે. અને તેઓ પર તેમના શબ્દની અસર કાયદા સમાન છે.” એક વાર ગાંધીજીએ અનસૂયાબહે નને પૂછ્યુ કે, તમે આ કામ સેવા માટે કરો છો કે સરદારી માટે? ગાંધીજીના આવા સવાલથી અનસૂયાબહે ન ડઘાઈ ગયાં, તેમને થયું કે ગાંધીજીને આવું કેમ લાગ્યું હશે. ગાંધીજી જાણે છે કે હં ુ તો સેવા માટે જ કરું છુ .ં ગાંધીજીએ સ્પષ્ટતા કરી કે, “જો સરદારી માટે કરતા હો તો મજૂ રો અજુ ગતી વાત કરે તો પણ તે પ્રમાણે વર્તવું પડે અને સેવા માટે હોય તો મજૂ રો સન્માર્ગે જ જોડાય અને તેઓની અજુ ગતી વાત માનવા મન ન લલચાય. વર્ષો પહે લાં આચાર્ય કૃ પાલાનીએ મજૂ ર મહાજનની સવારની પ્રાર્થનાસભામાં કહ્યું હતું, અનસૂયાબહે ન અને શંકરલાલ બૅંકરનું ગાંધીજી સમક્ષ એવું સ્થાન હતું કે આઝાદી પછી બંનેએ ધાર્યું કે ઇચ્છ્યું હોત તે પદ મેળવી શકત પણ બંનેએ મજૂ રસેવાને જીવન સમર્પિત કર્યું. વિલાયતથી આવ્યા પછી તે કદી પરદેશ પણ ગયાં નથી. તેઓ માનતાં કે અહીં કામ ઘણું છે અને શીખવાનું પણ ઘણું છે. નેહરુના આગ્રહ છતાં આંતરરાષ્ટ્રીય મજૂ ર પરિષદમાં જીનીવા જવાની અને ઉચ્ચ પદ્મપુરસ્કારની પણ તેમણે સાફ ના પાડી હતી. આમ, ગાંધીજીને અને મહાજનની પ્રાર્થનાને તેમણે જીવનમાં ચરિતાર્થ કરી હતી કેૹ न त्वहं कामये राज्यं, न स्वर्ग नापुनर्भवम्।  कामये दुःख-तप्तानां, प्राणिनां आर्तिनाशनम्।।

તેમાં તમને શા સારુ આશ્ચર્ય થાય છે? તમારી પર મારો ભારે વિશ્વાસ છે. જ્યારે બધા પડી ગયા હશે ત્યારે પણ તમે જરૂર ઊભા રહે શો. હં ુ સ્વચ્છતા, વીરતા, સત્ય ઇત્યાદિને પૂજનારો છુ ં એ બધું તો તમારામાં આરોપ્યું છે.” ૧૯૨૧ પછી અનેક પત્રોમાં ગાંધીજીએ અનસૂયાબહે નને આશ્રમમાં જવા ભારપૂર્વક લખ્યું છે. તેમણે એક પત્રમાં લખ્યું છે કે આશ્રમમાં મારી ગેરહાજરીમાં તમે જઈને બધાની સંભાળ લો એટલું અભયદાન તો તમારી પાસે માગું. હં ુ આજ ે છુ ં કાલે ન હોઉં. તમે ત્યારે ત્યાં હશો જ એવી મારા આત્માને શાંતિ ઇચ્છું ખરો. અનસૂયાબહે ન દર બળેવે ગાંધીજીને રાખડી મોકલતાં અને ગાંધીજી હાથે પહે રતા. એક પત્રમાં ગાંધીજીએ લખ્યું છે કે, તમારો કાગળ ને રક્ષા મળ્યાં છે, પત્ર લખતી વેળા પણ તે બાંધેલી છે. એક બીજા પત્રમાં ગાંધીજી લખે છે કે, “રાખડીનો અર્થ રક્ષા જ છે. તે મને નિરં તર તમારી તરફથી મળ્યા જ કરે છે. ઈશ્વર તમારું કલ્યાણ કરો.” એક વાર રાખડી મોડી મળી તો ગાંધીજીએ મળ્યા પછી લખ્યું કે, “હં ુ વિચારતો હતો કે તમારી રાખડી રિવાજ પ્રમાણે કાં ન આવી.” ૧૯૧૭ની લડત ટાણે અંબાલાલ સારાભાઈને લખેલા પત્રમાં ગાંધીજીએ જણાવ્યું છે કે, “મને તો એમનો આત્મા અતિપવિત્ર જણાયો છે. તેમનું વચન તમને કાયદારૂપ હોય તો પણ વધારે પડતું નથી.” ૧૯૧૮ની લડતના અંત બાદ ગાંધીજીએ કહ્યું હતું કે, “તેમના (અંબાલાલના) બહે ન અનસૂયાબહે ન મિલમજૂ રોનાં પ્રતિનિધિ હતાં. તેમનું હૃદય કંચન 

શું આજ ે મજૂ રોને જ ે પગાર મળે છે તે પેટપૂરતો છે? જો તે પેટપૂરતો ન હોય તો તેમાં મિલની સ્થિતિ જ્યાં સુધી એવી ખરાબ ન થાય કે જ ેથી તેને મૂડીમાં હાથ નાખીને જ ચલાવવી પડે ત્યાં લગી મજૂ રોના પગારમાં ઘટાડો ન જ કરી શકાય. —ગાંધીજી [ગાંધીજી અને મજૂ રપ્રવૃત્તિમાંથી]

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

41


આદર્શ ભાઈબહે ન કાકાસાહે બ કાલેલકર

એમ તો ગાંધીજીના પ્રસંગમાં આવેલી કેટલીયે

બહે નોએ પોતપોતાની ઢબે ઉત્તમોત્તમ સેવા કરીને નામના મેળવી છે અને સમાજ ઉપર પોતાની સરસ અને કાયમી છાપ પાડી છે. કેટલીક બહે નોના કામથી ગાંધીજીએ પોતે જ પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે. આવી બહે નોમાં પણ બહે ન અનસૂયાબહે ન સારાભાઈનું સ્થાન અલગ અને ઊંચું છે. સારા કુ ટુબ ં માં જન્મ થયો. નાનપણથી સારામાં સારા સંસ્કારો મેળવવાની તક મળી અને એમનું વલણ પણ પ્રારં ભથી જ પોતાના જીવનનો ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ થાય એવા સંકલ્પથી પ્રેરાયેલું. એમને વિશે લખવું જ ેટલું મહત્ત્વનું છે, ઉત્સાહભર્યું છે, તેટલું જ એક રીતે કઠણ પણ છે.

અંબાલાલભાઈ અને અનસૂયાબહે ન મુંબઈ, ૧૯૨૧

42

અનસૂયાબહે નનું વ્યક્તિત્વ પહે લેથી જ સ્વતંત્ર અને ઉઠાવદાર છે અને છતાં એમના એકલાં વિશે વિચાર થઈ જ ન શકે, એવું એમનું ઘડતર છે. પરિસ્થિતિ જ એવી હતી કે એમને છેક નાનપણથી જ પોતાના નાના ભાઈ અંબાલાલ પ્રત્યે ખાસ ધ્યાન આપ્યા વિના ચાલે એમ ન હતું. નાનપણમાં જ માબાપને ખોયાને કારણે અનસૂયાબહે નને પોતાના કરતાં પાંચ વર્ષ નાના એવા અંબાલાલનાં જાણે માતા થવું પડ્યું. એ રીતે ભાઈબહે ન જ ે રીતે ઓતપ્રોત થયાં તે સંબંધ આખો જન્મારો એક યા બીજી રીતે એમને સાચવવો પડ્યો છે. અને એ સંબંધ પણ કેવો! આખા દેશમાં પશ્ચિમની ઢબની મિલોનો આ દેશમાં પ્રારં ભ કરવાનો યુગ. આખા દેશમાં કાપડની મિલોમાં અમદાવાદ સૌથી મોખરે . અને ત્યાં એવી એ મિલોની અંદર અંબાલાલભાઈને તમામ મિલમાલિકોના સંગઠનના અધ્યક્ષ થવું પડ્યું. અને એમનાં મોટાં બહે ન અનસૂયાને ‘ઘરની અને બહારની’ તમામ મિલોના મજૂ રોને સલાહ આપી પોતાના અધિકારો માટે મિલમાલિકો સામે યુદ્ધ ચલાવવામાં એમનું નેતૃત્વ કરવું પડ્યું. મિલમાલિકો અને એમના મજૂ રોનો આ ઝઘડો કોક કોક વખત જીવલેણ જ ેવો બને, અને છતાં બંને પક્ષે માણસાઈ ન છોડવાનો આગ્રહ અને એની સાથે આખી દુનિયાનો દાખલો મળી શકે એ રીતે પોતપોતાના હકો વિશે કમર કસીને લડવાની તૈયારી. (આપણે અહીં ધ્યાનમાં લેવું જોઈએ કે આવી કટોકટીની પરિસ્થિતિમાં પણ એક બાજુ પોતપોતાની કર્તવ્યનિષ્ઠા કાયમ રાખી, બીજી બાજુ આ [ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ભાઈબહે ને પોતાનો પ્રેમસંબંધ કાયમ રાખ્યો અને નિર્મળતાનો એક ઉત્તમ દાખલો દુનિયા આગળ રજૂ કર્યો.) અંબાલાલભાઈએ કોઈ કાળે મિલમાલિકોનો વિશ્વાસ ખોયો નહીં, એમનું મક્કમ નેતૃત્વ કાયમ રહ્યું. આ બાજુ અનેક પ્રાંતથી ભેગા થયેલા હજારો મજૂ રોના મનમાં એક મિલમાલિકની બહે નના જ હાથમાં પોતાનું હિત સુરક્ષિત છે એ વિશે કોઈ કાળે શંકા ઊઠી નહીં. ભાઈબહે ન વચ્ચેનો કૌટુબિ ં ક પવિત્ર સંબંધ પહે લેથી ઉત્કટ હતો અને લડતમાં સામસામી બાજુ નું નેતૃત્વ કરતી વખતે કમર કસીને લડ્યાં ત્યારે એમાં સત્ય, અહિં સા, જનહિત અને રાષ્ટ્રકલ્યાણ જાળવવાનો નિર્મળ આદર્શ ગાંધીજી પાસેથી મળેલો. એટલે એવી લડત દરમિયાન બંને બાજુ એ નૈતિક આદર્શ કોઈ કાળે ખોયો નહીં. એનું શ્રેય ગાંધીજીના આદર્શને જ આપવું જોઈએ. બીજી એક બીના એટલી જ સદ્ભાગ્યની ગણાય. અનસૂયાબહે ને મિલમજૂ રોનું નેતૃત્વ સ્વીકારી તે પ્રવૃત્તિ ગાંધીજીની ઢબે ચલાવી. એ જ કારણે એમને એક અત્યંત કાર્યકુ શળ અને ધ્યેયનિષ્ઠ ગાંધીભક્ત નેતાનો સાથ મળ્યો અને તે નેતા શ્રી શંકરલાલ બૅંકર. જો અનસૂયાબહે ન વિશે લખવું હોય તો પ્રારં ભમાં જ ગાંધીજી વિશે લખ્યા વગર ચાલે નહીં. પણ મુખ્ય વસ્તુ તો એ કે અંબાલાલ સારાભાઈ, એમનાં બહે ન અનસૂયાબહે ન અને એ બહે નને બધી રીતે મદદ આપનાર રાષ્ટ્રસેવક નેતા શંકરલાલ બૅંકર, આ ત્રણેનો એકીસાથે જ વિચાર કરવો પડે છે. અનસૂયાબહે નનું પ્રતિષ્ઠિત ખાનદાન ધર્મે જ ૈન. અને ગુજરાતના જ ૈન એટલે જાણે હિં દુ સમાજની જ એક તેજસ્વી શાખા. અનસૂયાબહે ને પોતાનું ભણતર વધારવા માટે વિલાયત જઈ વૈદકનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું પણ એ नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

ભાઈબહે ન વચ્ચેનો કૌટું બિક પવિત્ર સંબંધ પહે લેથી

ઉત્કટ હતો અને લડતમાં સામસામી બાજુ નું નેતૃત્વ કરતી વખતે કમર કસીને લડ્યાં ત્યારે એમાં સત્ય, અહિં સા, જનહિત અને રાષ્ટ્રકલ્યાણ જાળવવાનો

નિર્મળ આદર્શ ગાંધીજી પાસેથી મળેલો. એટલે

એવી લડત દરમિયાન બંને બાજુ એ નૈતિક આદર્શ કોઈ કાળે ખોયો નહી.ં એનું શ્રેય ગાંધીજીના આદર્શને જ આપવું જોઈએ

અભ્યાસક્રમમાં જાનવરોનાં શરીરો ચીરવાનાં, એમનાં હાડકાં અને લોહી તપાસવાનાં વગેરે પ્રયોગો કરવા પડે, એ જાણતાંવેંત અનસૂયાબહે ને એ વૈદકનો અભ્યાસક્રમ જ છોડી દીધો અને સમાજવિજ્ઞાનમાં પોતાનું ભેજુ ં ચલાવ્યું. વિલાયતમાં મિલમાલિકો અને તેમના મજૂ રો વચ્ચે જ્યારે જ્યારે ખેંચતાણ ચાલી ત્યારે એનું અધ્યયન એમણે કર્યું. તે જ પ્રમાણે આખી દુનિયામાં સ્ત્રીજાતિની સ્થિતિ સંતોષ આપનારી નથી એ જોઈ, આખી દુનિયાની સ્ત્રીજાતિના સવાલોનું પણ ત્યાં એમણે અધ્યયન કર્યું. અને પોતાનામાં જ ે સ્વાભાવિક ધાર્મિક વૃત્તિ હતી તેને યુગાનુકૂલ આધ્યાત્મિક રૂપ આપવાનું કામ મહાત્મા ગાંધીના સંપર્કને કારણે થયું. અનસૂયાબહે નના ઘડતરનું આ સ્વરૂપ સમજી લીધા પછી એમના જીવનમાં સિદ્ધાંતની રૂએ કશું વધારે જાણવાનું રહે તું નથી. એમણે કઈ કઈ પ્રવૃત્તિઓ હાથમાં ધરી, એને અંગે કેવી કેવી સંસ્થાઓ સ્થાપન કરી અને મજૂ રોની લડતમાં કેવો ભાગ ભજવ્યો એની વિગતો આપવાનું જ બાકી રહે છે. અનસૂયાબહે નની પ્રવૃત્તિઓમાં મુખ્ય ત્રણ 43


ગણાયૹ પહે લી પ્રવૃત્તિ અમરાપુરમાં મજૂ રોનાં બાળકો માટે સ્થાપેલી કેળવણીની સંસ્થા. ત્યાર પછી મજૂ રોની સેવા જ્યારે વધી પડી ત્યારે શ્રી અંબાલાલભાઈની જ રચના પ્રમાણે સ્થપાયેલું અને દુનિયામાં હવે મશહૂર થયેલું ‘મજૂ ર મહાજન’ અને ત્રીજી પ્રવૃત્તિ ગણવી હોય તો સ્ત્રીઓની ખાસ સેવા માટે સ્થપાયેલી સંસ્થાની. આ ત્રણ કામમાં અનસૂયાબહે ને પોતાનું હૃદયસર્વસ્વ રે ડલ ે ું હતું. અને ત્રણે પાછળ ગાંધીજી પાસેથી મેળવેલી પ્રેરણાને અનસ ુ ાર ધારણ કરે લી આધ્યાત્મિક વૃત્તિ જ હતી. એમાં ખૂબી એ કે સમસ્ત જીવનમાં, અધ્યાત્મના એ આદર્શ પ્રત્યે પૂરી જાગરૂકતા રાખ્યા છતાં એમણે કોઈ કાળે વેદાંતી આચાર્યા અથવા સંતીણ હોવાનો દાવો કર્યો નથી. એટલું જ નહીં પણ પોતાની આસપાસ એવું વાતાવરણ પણ ઊભું થવા દીધું નહીં. કોઈ પણ રાષ્ટ્રસેવિકા જ ે નિષ્ઠાથી કામ કરે તે નિષ્ઠાનું જ વાતાવરણ પોતાની આસપાસ

એમણે રહે વા દીધું. એમાં પણ એમને કર્મયોગકુ શળ શંકરલાલભાઈ બૅંકરની ઉત્તમ સહાયતા મળી. આ બધી વસ્તુઓ વિસ્તારથી કહ્યા વગર પૂરેપૂરી સમજાય નહીં. સદ્ભાગ્યે આને માટે જરૂરી સાહિત્ય સહે જ ે ઉપલબ્ધ થઈ શકે એમ છે. રાજદ્વારી પ્રવૃત્તિ ચલાવી કૉંગ્રેસના અને દેશના રાજદ્વારી નેતા થવાની બધી કુ શળતા શંકરલાલભાઈમાં હતી. પણ એમણે ગાંધીજીની પ્રેરણા પ્રત્યે પોતાની નિષ્ઠા પૂર્ણપણે વધારી, પોતાની એ શક્તિ ખાદીપ્રચારમાં લગાવી દીધી અને ગાંધીજીની પ્રેરણા પ્રમાણે ચાલતી અનસૂયાબહે નની મજૂ રપ્રવૃત્તિમાં સંપૂર્ણ સહાયતા આપી. આ સહયોગનો જ્યારે હં ુ વિચાર કરું છુ ં ત્યારે ગાંધીજીનું અધ્યાત્મ આ બે જણની અંદર સરખી રીતે પૂર્ણપણે પ્રગટ થયેલું મને દેખાય છે. (કાલેલકર ગ્રંથાવલીમાંથી) 

અમદાવાદમાં ઈ. સ. ૧૯૨૨ના અરસામાં થયેલી એક હડતાળ દરમિયાન અનામી મિલમજૂ રે અનસૂયાબહે નની પ્રશંસામાં લખેલી કવિતા

[સૌૹ મોટાબેનૹ અનસૂયા સારાભાઈ એક્ઝિબિશન કૅ ટલૉગમાંથી]

44

[ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સ્ત્રી ઉન્‌નતિ એટલે>

[ગાંધી�ષ્ટિ : મો. ક. ગાંધી]

ગાંધીજીના મતે સ્ત્રી એટલે—જગતમાં ધર્મની રક્ષા કરનારી, સ્વરાજ્ય-સુરાજ્યની ચાવી, ત્યાગ કરવાની અજબ શક્તિ ધરાવનારી, સંસ્કૃ તિના સર્વોત્તમ તત્ત્વને પોષનારી, શાંતિની પ્રતિનિધિ, નિરવધિ પ્રેમનો સ્ત્રોત, તપશ્ચર્યાની સાક્ષાત્ મૂર્તિ, લોકહૃદયનું પરિવર્તન કરનારી, અહિં સાધર્મને બુદ્ધિથી સમજનારી, લોકહિતકારી શક્તિ. … ગાંધીજીએ સ્ત્રી શક્તિ વિશે ઘણું બધું લખ્યું છે, કહ્યું છે. એટલું જ નહીં, પરં તુ તેમણે જાહે ર કાર્યોમાં સ્ત્રીઓની ખૂબ મોટી ભૂમિકા પણ જોઈ. માનવીના અસ્તિત્વકાળથી સ્ત્રીઓ પાસેથી જ ે કામ કોઈ ન લઈ શક્યું, તેવું કામ તેમણે સ્ત્રીઓ પાસેથી લીધું, કેટલાક કિસ્સામાં તેમને આગેવાની પણ આપી. ગાંધીજીએ સ્ત્રીઓને આઝાદીની ચળવળ, સમાજની બદીઓ દૂર કરવામાં હિસ્સેદાર બનાવી અને તેઓ સ્ત્રીઓને સમાન હક આપીને છેલ્લા શ્વાસ સુધી સમાજમાં સ્ત્રી-ઉદ્ધારનો ધ્યેય ચરિતાર્થ કરતા રહ્યા. બરાબર શતાબ્દી અગાઉ તેમણે મુંબઈમાં ભગિનીસમાજમાં આપેલું ભાષણ તત્કાલીન હિં દુસ્તાનમાં સ્ત્રીઓની સ્થિતિ અને તેનો ઉકેલ પણ દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય મહિલાદિનના માસે, આ વખતની ગાંધીદૃષ્ટિમાં એ સંપાદિત ભાષણ…

…આપ જાણો છો તેમ હંુ સ્ત્રીઓ અને પુરુષો અથવા તેનો અભાવ, જ ે કહો તે એકસરખાં છે, બંનેના નિકટ સંબંધમાં રહ્યા કરું છુ ,ં પણ હં ુ જોઈ શકું છુ ં કે સ્ત્રીઓની સેવા કરવામાં સ્ત્રીઓ વિના હં ુ ચલાવી શકતો જ નથી, અને તેથી જ હં ુ પોકારી પોકારીને જ્યારે જ્યારે પ્રસંગ મળે છે ત્યારે ત્યારે કહ્યા કરું છુ ં કે જ્યાં સુધી સ્ત્રી હિં દુસ્તાનમાં એક રતીભાર પણ દબાયેલી રહે શે, અથવા ઓછા હકો ભોગવતી હશે ત્યાં સુધી હિં દુસ્તાનનો ખરો ઉદ્ધાર થવાનો નથી, એટલે આ સમાજ સર્વ પ્રકારે પોતાના હે તુ પાર પાડી શકે તેથી હિં દુસ્તાનનું ગૌરવ પણ વધશે. પણ સ્ત્રીની ઉન્નતિ એટલે શું? અવનતિ થઈ હોય તો જ ઉન્નતિનો પ્રશ્ન ઊઠે. અવનતિ હોય તો ક્યાંથી થઈ અને તે કેમ ટળે? આ બધા વિચારો ચોક્કસ રીતે કરવા એ આપણું પ્રથમ કાર્ય છે. હિં દુસ્તાનમાં ચોતરફ ફરતાં મેં જોયું છે કે જ ે ખળભળાટ ચાલી રહ્યો છે તે ખળભળાટ આકાશ માંહેના નાના વાદળ જ ેવડો છે. કરોડો સ્ત્રીપુરુષોને એ ખળભળાટનું કશું ભાન નથી. ૮૫ ટકા સ્ત્રીપુરુષ પોતાનું નિર્દોષ જીવન આપણી હિલચાલોથી અલિપ્ત રહી ગાળ્યાં કરે છે. તેઓમાં સ્ત્રીપુરુષ પોતપોતાના ભાગ યોગ્ય રીતે ભજવ્યે જાય છે. બંનેમાં કેળવણી नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

અને બંને એકબીજાને સહાય કરી રહ્યાં છે. એમનાં જીવનમાં જ ે જ ે ખામીઓ જોવામાં આવે છે તે, બાકીના પંદર ટકા રહ્યા, તેઓના જીવનની ખામીનો કાંઈક પડઘો છે. હં ુ માનું છુ ં કે જો ભગિનીસમાજની બહે નો આ ૮૫ ટકાના જીવનનો સારો અભ્યાસ કરે તો આ સમાજની કાર્યરે ખા બહુ સુંદર રીતે ઘડી શકે. આ સમયે આપણે જ ે વિચારી શકશું તે ઘણે ભાગે માત્ર ઉપર્યુક્ત ૧૫ ટકાને જ લાગુ પડતું હશે. તેમાં પણ જ ે અવનતિ સ્ત્રીપુરુષ બંનેને સામાન્ય છે તેનો વિચાર અહીં અસ્થાને હશે. એટલે આપણે સ્ત્રીપુરુષને મુકાબલે જ્યાં સ્ત્રીની અવનતિ વિશેષ રહે લી છે તેનો જ વિચાર કરવો રહ્યો. કાયદાઓ ઘડવાનું કાર્ય ઘણે ભાગે પુરુષને હસ્તક રહે લું છે. તેણે હમેશાં વિવેકદૃષ્ટિ વાપરે લી જોવામાં નથી આવતી. સ્મૃતિકારોએ સ્ત્રીઓને વિશે જ ે જ ે લખેલું છે તેનો બચાવ સર્વથા નથી થઈ શકતો. બાળલગ્ન, વિધવાઓની ઉપરના જાપ્તા વગેરે સ્મૃતિઓનાં વાક્યોને આભારી છે. તેઓને શૂદ્ર વર્ગની સાથે મૂકવાથી હિં દુ સંસારને કલ્પનામાં ન આવી શકે એટલો ધક્કો પહોંચ્યો છે. મારાં આ વચનોમાં અને 45


સ્ત્રીઓને આઝાદીની ચળવળમાં સહભાગી કરવા ગાંધીજીએ અનેક પ્રયાસ કર્યા હતા; એ પ્રયાસની એક ઝલક

ઘણી વેળાએ ખ્રિસ્તીઓના આક્ષેપો વચ્ચે શાબ્દિક સામ્ય જોવામાં આવશે. પણ અમારી વચ્ચે એ ઉપરાંત બીજી કંઈ પણ સમાનતા નથી. ખ્રિસ્તી લેખકોનો આક્ષેપ હિં દુ ધર્મનું મૂળ ઉખેડવાના હે તુથી થયેલો છે. હં ુ મને પોતાને બહુ ચુસ્ત હિં દુ ગણું છુ ,ં અને મારો આક્ષેપ, હિં દુ ધર્મની ન્યૂનતા દૂર કરી તેને પોતાનું અસલી ભવ્ય સ્થાન મળે, એવા હે તુથી મુકાયેલો છે. ખ્રિસ્તી ટીકાકાર સ્મૃતિની અપૂર્ણતા બતાવી તેને સામાન્ય ગ્રંથ તરીકે ગણાવવા માગે છે. મારો પ્રયત્ન એમ બતાવવાનો છે કે સ્મૃતિની અપૂર્ણતાનું કારણ તેમાંના ક્ષેપક શ્લોકો છે, અથવા તો આપણા અધઃકાળમાં માન્ય થયેલા સ્મૃતિકારોએ મૂકેલા એ શ્લોકો છે. એ શ્લોકોને કાઢીને શેષ રહે લી સ્મૃતિની અપૂર્વતા બતાવી શકાય છે. મિથ્યાભિમાનથી અને અજ્ઞાનથી સ્મૃતિમાં ને બીજા હિં દુ ધર્મમાં ગણાતા બધા ગ્રંથોમાં ક્યાંયે ખામી નથી એમ માની, મનાવી, હં ુ હિં દુ ધર્મનો લૂલો 46

બચાવ બિલકુ લ કરવા માગતો નથી. તેથી હિં દુ ધર્મ ચઢતો નથી પણ પડે છે, એવી મારી દૃઢ માન્યતા છે. જ ે ધર્મમાં સત્યને ઉત્કૃષ્ટ પદ અપાયેલું છે તે ધર્મમાં અસત્યની પૂરણી હોય જ નહીં. ત્યારે સ્ત્રી જાતિની અવનતિ દૂર કરવામાં મહાભગીરથ પ્રયત્ન તો હિં દુ ધર્મશાસ્ત્રમાં સ્ત્રીઓને વિશે રહે લા આક્ષેપો દૂર કરવાનો છે. એ પ્રયત્ન કોણ કરી શકે? અને કેમ થઈ શકે? મારી અલ્પમતિ પ્રમાણે મુખ્યત્વે એ પ્રયત્ન કરવાને સારુ આપણે સીતા, દમયંતી, દ્રૌપદીના જ ેવી પવિત્રતાવાળી, તેઓના જ ેવી અતિશય આગ્રહવાળી, સંયમી સ્ત્રીઓ પેદા કરવી પડશે, એ વેળા આ સતીઓને પૂજનારો હિં દુ સંસાર આધુનિક સતીઓને પણ પૂજશે. એઓનાં વચન શાસ્ત્રપ્રમાણ જ ેવાં ગણી હિં દુ સંસાર ઝીલી લેશે; અને સ્મૃતિ આદિમાં રહે લા કટાક્ષોથી આપણે લાજીશું અને તેને ભૂલી જઈશું. આવાં પરિવર્તન હિં દુ ધર્મમાં સદાયે થતાં આવ્યાં છે, અને [ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


થશે. તેથી એ ધર્મ આજ લગી નભી રહ્યો છે, અને નભ્યા કરશે. આ સમાજ એવી સ્ત્રીઓને વેળાસર ઉત્પન્ન કરે એવી મારી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. ઉપર પ્રમાણે સ્ત્રીજાતિની અવનતિનું મૂળ અને તે દૂર કરવાના ધ્યેયરૂપ સાધનોનું આપણે કંઈક અવલોકન કર્યું. એ ધ્યેયને સાધી શકે એવી સ્ત્રીઓ તો ગણીગાંઠી જ નીકળી શકશે. પણ સાધારણ સ્ત્રીએ શું કરવું ઘટે, એ આપણે હવે વિચારવાનું છે. પ્રથમ કાર્ય તો જ ેટલી સ્ત્રીઓને આ અવનતિનું ભાન કરાવી શકાય એટલીને ભાન કરાવવાનું છે. એ કાર્ય અક્ષર કેળવણીથી જ થઈ શકે, એમ માનનારાઓમાંનો હં ુ નથી. એમ માનતાં કાર્યસિદ્ધિને સારુ ઘણો કાળ જોઈએ. તેટલા કાળથી કશીયે જરૂર નથી એ હં ુ ક્ષણે ક્ષણે અનુભવતો આવ્યો છુ .ં અવનતિનું જ્ઞાન, આજ ે જ, અક્ષરજ્ઞાનને સારુ રોકાયા વિના, આપી શકીએ છીએ. હં ુ હમણાં જ બિહારના એક જિલ્લામાંથી આવ્યો છુ .ં ત્યાં ઊંચા કુ ળની ઘણી બહે નોને મળ્યો, તેઓ બધી પરદામાં રહે નારી હતી. મારે સારુ બહે ન જ ેમ, ભાઈની પાસે પરદો નથી રાખતી તેમ, તેઓએ પરદો દૂર કર્યો. આ બહે નો ભણેલી ન હતી. તેઓને મળતાં પહે લાં તુરત જ મને એક અંગ્રેજ બાઈ મળી ગઈ હતી. એ બાઈ ઘણા ભાઈઓની સાથે હં ુ બેઠો હતો તેઓની વચ્ચે આવીને મળી ગઈ, પણ હિં દુ બહે નોને મળવા મારે નોખી કોટડીમાં જવું પડ્યું. મેં તેઓને વિનોદમાં સૂચવ્યું કે ચાલો આપણે બધાં જ્યાં પુરુષો બેઠા છે ત્યાં જઈને બેસીએ. તેઓએ ઉમંગથી કહ્યુંૹ “અમે તો બહુ રાજી છીએ. પણ આપણા રિવાજ પ્રમાણે અમારે રજા મેળવવી જોઈએ. અમને આ પરદો જરાયે ગમતો નથી, એ તમે તોડાવી નાખો.” આમાં જ ેટલો કરુણા રસ છે તેટલું જ મારાં ઉપલાં વચનોનું સમર્થન છે. આ બાઈઓને અક્ષરજ્ઞાનની પૂર્વે પોતાની દશાનું ભાન થયું હતું. આ બાઈઓએ नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

આમ અ�ર�ાન વિના ઘણાંયે કાર્યો થઈ શકે છે તોપણ અ�ર�ાન વિના ન ચાલી શકે એ મારી

દૃઢ માન્યતા છે. અ�ર–કેળવણીથી બુદ્ધિ ઘડાય

છે, તીવ્ર થાય છે, અને તે વડે આપણી પરમાર્થ કરવાની શક્તિ ઘણી વધે છે. આ �ાનની કિં મત

મેં કોઈ દહાડો ઊંચી આંકેલી જ નથી. મેં તો માત્ર તેને યોગ્ય સ્થાન આપવા પ્રયત્ન કર્યો છે

મારી મદદ માગી તે તો યોગ્ય જ હતું, પણ હં ુ તેઓને વિશે જ તેઓના છુ ટકારાની શક્તિ ઇચ્છું, અને તે શક્તિ તેઓમાં છે એમ તેઓએ કબૂલ પણ કરે લું. હં ુ એવી ઉમેદ રાખીને આવેલો છુ ં કે આ બાઈઓનો પરદો થોડા દહાડાની અંદર જ પડી ગયેલો આપણે સાંભળીશું. સાધારણ રીતે અભણ મનાય એવી બાઈઓ ચંપારણની અંદર સુંદર કામ કરી રહે લી છે. જ ે સ્વતંત્રતા તેઓએ ભોગવી છે એ સ્વતંત્રતાનું ભાન પોતાની અતિશય અજ્ઞાત બહે નોને આપી રહે લી છે. સ્ત્રી એ પુરુષની સહચારિણી છે, તેના સરખા જ મનવાળી છે; પુરુષની બધી પ્રવૃત્તિ સૂક્ષ્મતાએ જાણવાનો તેને અધિકાર છે. જ ેટલી છૂટ પુરુષ ભોગવે છે તેટલી જ તેને ભોગવવાનો હક્ક છે, અને જ ેમ પુરુષ પોતાના ક્ષેત્રમાં સર્વોપરી છે તેમ સ્ત્રી પોતાના ક્ષેત્રમાં છે. આ સ્થિતિ સ્વાભાવિક હોવી જોઈએ. એ કાંઈ અક્ષરજ્ઞાનનાં પરિણામ નહીં હોય. અજ્ઞાનરૂપી અંધકૂ પમાં ડૂ બેલા જડ પુરુષો પણ ન શોભી શકે, ન ભોગવી શકે તેવો અધિકાર, કૂ ડીપ્રથાને લીધે સ્ત્રીઓ ઉપર ભોગવે છે. સ્ત્રીઓની આ દશાને લીધે આપણી ઘણી પ્રવૃત્તિઓ અર્ધે જઈ અટકી પડે છે. 47


આઝાદીની લડતમાં મહિલાઓની સહભાગીદારી

આપણાં ઘણાં કાર્યો પૂરાં શોભી નીકળતાં નથી. અર્ધી મૂડીથી જ વેપાર કરનારા પચ્છમબુદ્ધિ વેપારીના જ ેવી આપણી સ્થિતિ છે. જો મારું કહે વું યોગ્ય હોય તો આ સમાજની ઘણી બહે નો જ ેઓને પોતાની દશાનું ભાન નથી તેઓને ભાન કરાવવામાં રોકાશે. એનો અર્થ એમ થયો કે જ ેટલો વખત મળે તેટલો વખત મેળવી, મુંબઈમાં અતિશય પછાત રહી ગયેલા વર્ગોમાં જઈ, તમને જ ે મળ્યું છે તે એમને આપશો. જો તમે પુરુષવર્ગની ધાર્મિક, રાજ્યપ્રકરણી અને સાંસારિક પ્રવૃત્તિમાં ભાગ લેતાં થઈ ગયાં હો તો તેઓને એ વિષયનું જ્ઞાન આપશો. જો તમે બાળકોને ઉછેરવા વિશે સારી માહિતી મેળવી હોય તો તે પણ આપશો. જો તેમ સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી, સ્વચ્છ અને સાદા ખોરાક, કસરત વગેરેના સ્થૂળ અને સૂક્ષ્મ લાભો જાણી અને અનુભવી લીધા હોય તો તે આ બહે નોને જણાવશો. આમ કરતાં તમે ચઢશો અને તેઓને ચઢાવશો. જોકે આમ અક્ષરજ્ઞાન વિના ઘણાંયે કાર્યો થઈ શકે છે તોપણ અક્ષરજ્ઞાન વિના ન ચાલી શકે એ મારી દૃઢ માન્યતા છે. અક્ષર–કેળવણીથી બુદ્ધિ ઘડાય છે, તીવ્ર થાય છે, અને તે વડે આપણી પરમાર્થ કરવાની શક્તિ ઘણી વધે છે. આ જ્ઞાનની કિંમત મેં કોઈ દહાડો ઊંચી આંકેલી જ નથી. મેં તો માત્ર તેને યોગ્ય સ્થાન આપવા પ્રયત્ન કર્યો છે. 48

પુરુષ સ્ત્રી પાસેથી જનસમાજના સ્વાભાવિક હકો છીનવી લેવાનું અથવા તેઓને તે હકો ન આપવાનું કારણ વિદ્યાનો અભાવ ન હોવો જોઈએ એ મેં વખતોવખત બતાવ્યું છે, પણ એ સ્વાભાવિક હકો નિભાવવાને સારુ, દીપાવવાને સારુ, તેનો પ્રચાર કરવાને સારુ, વિદ્યાની આવશ્યકતા છે જ. વળી વિદ્યા વિના લાખોને તો શુદ્ધ આત્મજ્ઞાન પણ ન મળી શકે. અનેક લખાણોમાં આપણને નિર્દોષ આનંદ લેવાનો અખૂટ ભંડાર ભર્યો છે તે પણ વિદ્યા વિના આપણને ન મળી શકે. વિદ્યા વિનાનો માણસ પશુ સમાન છે એ અતિશયોક્તિ નથી પણ શુદ્ધ ચિત્ર છે. એટલે જ ેમ પુરુષને તેમ જ સ્ત્રીને કેળવણી તો જોઈએ જ. જ ેમ પુરુષને અપાય છે તેમ જ સ્ત્રીને કેળવણી અપાવી જોઈએ એમ હં ુ નથી માનતો. પ્રથમ તો મેં બીજ ે સ્થળે જણાવ્યું છે તેમ આપણી સરકારી કેળવણી ઘણે અંશે ભૂલભરી અને હાનિકારક ગણાયેલી છે. એ બંને વર્ગને સારુ તદ્દન ત્યાજ્ય છે. તેની ખામીઓ દૂર થાય તોપણ સ્ત્રીઓને સારુ તે સર્વથા યોગ્ય જ છે એમ હં ુ ન કબૂલ કરું. સ્ત્રી અને પુરુષ એક દરજ્જાનાં છે, એક જ નથી; એ અપૂર્વ જોડી છે, એકબીજાની પૂરણી છે અને બંને અરસપરસ ટેકારૂપ છે. તે એટલે સુધી કે એકને અભાવે બીજાનો સંભવ જ નથી. પણ જો પુરુષ અથવા તો સ્ત્રી સ્થાનભ્રષ્ટ થાય તો બંનેનો નાશ થાય, એ સિદ્ધાંત ઉપલી સ્થિતિમાંથી જ નીકળી આવે છે, તેથી સ્ત્રી કેળવણીની રચના ઘડનારે આ વાત નિરં તર યાદ રાખવી જોઈએ દંપતીની બાહ્ય પ્રવૃત્તિમાં પુરુષ સર્વોપરી છે. તેથી બાહ્ય પ્રવૃત્તિનું વિશેષ જ્ઞાન તેને આવશ્યક છે. આંતર પ્રવૃત્તિમાં સ્ત્રીનું પ્રાધાન્ય છે, તેથી ગૃહવ્યવસ્થા, બાળકોની માવજત, તેઓની કેળવણી વગેરે વિષયોમાં સ્ત્રીને વિશેષ જ્ઞાન જોઈએ. કંઈ પણ જ્ઞાન લેવાની કોઈને બંધી કરવાની અહીં કલ્પના નથી. [ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


પણ કેળવણીનો ક્રમ આ વિચારોને ઉદ્દેશીને ઘડાયેલો ન હોય તો બંને વર્ગને પોતાનાં ક્ષેત્રોમાં પૂર્ણતા મેળવવાની તક ન મળે. સ્ત્રીઓને અંગ્રેજી કેળવણીની જરૂર છે કે નહીં એ વિશે પણ બે બોલ કહે વાની જરૂર છે. મને તો લાગ્યું છે કે આપણા સાધારણ ક્રમમાં સ્ત્રી અથવા પુરુષ બેમાંથી એકેને સારુ અંગ્રેજી આવશ્યક નથી. કમાણીને અર્થે અને રાજ્યપ્રકરણી પ્રવૃત્તિને સારુ જ પુરુષોને અંગ્રેજી ભાષાના જ્ઞાનની જરૂર હોઈ શકે. સ્ત્રીને નોકરીઓ શોધવાની કે વેપાર કરવાની ઉપાધિ વિશે હં ુ માનતો નથી, એટલે અંગ્રેજી ભાષાનું જ્ઞાન થોડી સ્ત્રીઓ જ લેશે. જ ેને લેવું હશે તે પુરુષોને સારુ સ્થપાયેલી શાળામાં જ લઈ શકશે. સ્ત્રીઓને સારુ સ્થપાયેલી શાળામાં અંગ્રેજી દાખલ કરવું એ આપણી પરાધીનતા લંબાવવાનું કારણ થઈ પડશે. અંગ્રેજી ભાષામાં રહે લો ભારે ખજાનો જ ેમ પુરુષોને તેમ સ્ત્રીઓને મળવો જોઈએ એ વાકય મેં ઘણે મુખેથી સાંભળ્યું છે અને ઘણે ઠેકાણે વાંચ્યું છે. હં ુ , નમ્રતાપૂર્વક કહીશ કે આમાં કાંઈક ભૂલ થાય છે. પુરુષોને અંગ્રેજી ખજાનો આપવો અને સ્ત્રીઓને નહીં એવું તો કોઈ કહે તું નથી. જ ેને સાહિત્યનો શોખ છે, તે આખી દુનિયાનું સાહિત્ય સમજવાની ઇચ્છા કરશે તો તેને રોકી રાખનાર આ જગતમાં જન્મ્યું નથી, પણ જનસમાજની હાજતો સમજીને જ્યાં કેળવણીક્રમ ઘડાયેલો હોય ત્યાં ઉપર જણાવ્યા એવા સાહિત્યપ્રેમીને સારુ યોજના ન ઘડી શકાય. એવાંને સારુ આપણા ઉન્નતિ કાળમાં જુ દી જુ દી સ્વતંત્ર સંસ્થાઓ, જ ેમ યુરોપમાં છે તેમ, હશે. સુવ્યવસ્થિત ક્રમમાં જ્યારે ઘણાં સ્ત્રીપુરુષો કેળવણી લેતાં થઈ જશે, અને કેળવણી નહીં પામેલ અપવાદ રૂપે ગણાશે, ત્યારે બીજી ભાષાના સાહિત્યના રસનો સ્વાદ આપનારા આપણા ભાષાના લેખકો જથ્થાબંધ નીકળી આવશે. જો આપણે સાહિત્યરસ હમેશાં અંગ્રેજી ભાષામાંથી नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

જો આપણે સાહિત્યરસ હમેશાં અંગ્રેજી ભાષામાંથી જ લેતા રહીશું તો આપણી ભાષા હમેશાં નમાલી જ

રહે શે, એટલે કે આપણે હમેશાં નમાલાની પ્રજા રહીશું.

પરભાષાના

સાહિત્યમાંથી

આનંદ

ખેંચવાની આદત, એ જો ઉપમાને સારુ મને માફ કરી શકાય તો મારે કહે વું જોઈએ કે , ચોરીના

માલમાંથી આનંદ લેવાની ચોરની આદતના જેવી છે.

જ લેતા રહીશું તો આપણી ભાષા હમેશાં નમાલી જ રહે શે, એટલે કે આપણે હમેશાં નમાલાની પ્રજા રહીશું. પરભાષાના સાહિત્યમાંથી જ આનંદ ખેંચવાની આદત, એ જો ઉપમાને સારુ મને માફ કરી શકાય તો મારે કહે વું જોઈએ કે, ચોરીના માલમાંથી આનંદ લેવાની ચોરની આદતના જ ેવી છે. પોપે જ ે આનંદ ઇલિયડમાંથી લીધો તે તેણે પ્રજાની પાસે અલૌકિક અંગ્રેજીમાં મૂક્યો. ઓમર ખય્યામની રૂબાઈઓમાંથી જ ે આનંદ ફિટ્ઝરાલ્ડે લીધો તેને એવા પ્રભાવભર્યા અંગ્રેજીમાં મૂક્યો કે તેથી તેનું કાવ્ય લાખો અંગ્રેજો બાઈબલની જ ેમ સાચવે છે. ભગવદ્ગીતામાંથી આર્નોલ્ડે રસનાં કૂ ંડાં પીધાં; તે પીવા સારુ તેણે પ્રજાને સંસ્કૃત ભાષા શીખવાનો આગ્રહ ન કર્યો, પણ અંગ્રેજી ભાષામાં પોતાનો આત્મા રે ડીને સંસ્કૃત અથવા પાલિની સાથે શોભી શકે એવી અંગ્રેજી ભાષામાં મૂકી, પ્રજાને પોતાનો રસ પિવરાવ્યો. આપણે બહુ પછાત છીએ તેથી આવી પ્રવૃત્તિ આપણામાં ઘણે વધારે અંશે હોવી જોઈએ. જ્યારે મેં સૂચવ્યું તે પ્રમાણે આપણો ક્રમ ઘડાશે અને તેને આપણે દૃઢતાપૂર્વક વળગી રહીશું ત્યારે જ તેવી પ્રવૃત્તિ સંભવશે. અંગ્રેજી ઉપરનો 49


થઈ જાય છે તેનું શું? તેઓ આપણી શાળાઓમાં આવવાની નથી. એક વખત નાની ઉંમરે પરણાવવાનું મહાપાપ કરી દીધું એટલે તેની માતાઓ પણ પાપનું જ્ઞાન થયે પોતાની છોકરીને કેળવણી આપવા કે બીજુ ં કાંઈ આશ્વાસન આપવા અશક્ત થઈ પડે છે. જ ે પુરુષ બાલિકાની સાથે લગ્ન કરે છે તે પરોપકાર દૃષ્ટિએ નથી કરતો પણ ઘણે ભાગે વિષયાસક્તિથી જ કરે છે. આ બાળાઓનો બેલી કોણ થાય? આ પ્રશ્નમાં સ્ત્રીનો ઉદ્ધાર મોટે ભાગે સમાયેલો છે. જવાબ પણ અઘરો અને એક જ છે. પુરુષ વિના બીજો સંસારી બેલી તો આ બાલિકાનો કોઈ નથી. બાળલગ્ન કરે લા પુરુષને સ્ત્રી સમજાવી શકે એ લગભગ અશક્ય છે, એટલે આ વિકટ સુધારાનું કામ સમજુ પુરુષે જ કરવું રહ્યું છે. મારામાં શક્તિ હોય તો બાળકન્યાઓનું વસ્તીપત્રક બનાવું, તે કન્યાઓના ધણીઓના મિત્રોને શોધી કાઢુ,ં અને તે મિત્રોની મારફતે અને ધાર્મિક તથા વિનયી બીજાં પગલાં મને મળી શકે તે વાટે, આવા ભરથારોને હં ુ કહે વરાવુંૹ “તમે અજ્ઞાનપણે બાળવિવાહનું પાપ કર્યું છે. જ્યાં સુધી કન્યાની પાકી ઉંમર નથી થયેલી, તે કેળવણી નથી પામેલી, ત્યાં સુધી તમે શુદ્ધ બ્રહ્મચર્ય પાળી તેને તમે પોતે અથવા બીજાની મારફતે શિક્ષણ આપી પ્રજા ઉત્પન્ન કરવા અને પાળવાને સારુ લાયક ન બનાવો ત્યાં સુધી તમે કોઈ પણ પ્રકારે આ પાપમાંથી મુક્તિ મેળવવાના નથી.” આમ ભગિનીસમાજ કરવા ધારે તો તેની પાસે ઘણી સુંદર ફળદાયી પ્રવૃત્તિઓ છે. સમાજનાં કાર્યનું ક્ષેત્ર એટલું વિસ્તીર્ણ છે કે જો સજ્જડ કાર્ય થાય તો મોટી પ્રવૃત્તિ તેની પાસે કાંઈ જ નહીં ગણાય. અને ‘હોમરૂલ’ નામનું ઉચ્ચારણ કર્યા વિના હોમરૂલની ભારે સેવા થઈ શકે. [ગાં. અ.ૹ ૧૪, ૧૭૮-૧૭૯]

પૃથ્વી અમૂલ્ય રત્નોથી ભરેલ છે. બધાં સાહિત્યરત્ન

અંગ્રેજી ભાષામાં જ નથી. બીજી ભાષાઓ પણ રત્નોથી ભરપૂર છે. એ બધાં મારે તો આમને સારુ

જોઈએ. એમ કરવાને તો એક જ રસ્તો છે અને તે એ કે આપણામાંના કેટલાક જેઓને યોગ્ય શ�ક્ત હોય તેઓ તે તે ભાષા શીખી તેમાંનાં રત્નો આપણને આપણી ભાષા મારફતે આપી દે.

ખોટો મોહ આપણે તજી શકીએ અને આપણી અથવા તો આપણી ભાષાની શક્તિ વિશેનો આપણો અવિશ્વાસ છોડી શકીએ તો કાર્ય મુશ્કેલ નથી. સ્ત્રી અથવા પુરુષે અંગ્રેજી ભાષા શીખવામાં પોતાનો કાળ નહીં ગાળવો એ વચન તેઓનો આનંદ ઓછો કરવાના હે તુથી નથી બોલતો, પણ જ ે આનંદ અંગ્રેજી શિક્ષા લેનારા બહુ કષ્ટ વડે લે છે તે આનંદ આપણને સહે લાઈથી મળે એ હે તુથી બોલું છુ .ં પૃથ્વી અમૂલ્ય રત્નોથી ભરે લ છે. બધાં સાહિત્યરત્ન અંગ્રેજી ભાષામાં જ નથી. બીજી ભાષાઓ પણ રત્નોથી ભરપૂર છે. એ બધાં મારે તો આમને સારુ જોઈએ. એમ કરવાને તો એક જ રસ્તો છે અને તે એ કે આપણામાંના કેટલાક જ ેઓને યોગ્ય શક્તિ હોય તેઓ તે તે ભાષા શીખી તેમાંનાં રત્નો આપણને આપણી ભાષા મારફતે આપી દે. આટલો કેળવણીના પ્રકાર વિશે આપણે અહીં વિચાર કરી લીધો, એટલે બાલિકાઓ પરણતી મટી ગઈ અને સ્ત્રીઓને તેમના સ્વાભાવિક હકો મળી ગયા એવું માનવાને કાંઈ કારણ નથી. તેથી જ ે બાલિકાઓ પરણ્યા પછી આપણી દૃષ્ટિએથી અલોપ 

50

[ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સ્ત્રીઓને સ્વની ઓળખ કરાવતું પુસ્તક : સ્ત્રીઓ અને સ્ત્રીજીવનની સમસ્યાઓ

પુનઃ પુસ્તક પરિચય

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી અને ઍન્ડ્રૂ ઝની વચ્ચે દ્વારા… કંઈ ને કંઈ માર્ગદર્શન આપતા જ રહે તા એક સંવાદ થયેલો. બાપુ કહે , ‘સમાજવ્યવસ્થામાં જો સ્ત્રીહૃદયને યોગ્ય અને પૂરતું સ્થાન હોય તો સર્વોદય થવાનો જ, એટલે ઍન્ડ્રૂ ઝ ચાર્લીએ મોહનને કહ્યું, ‘Mohan, you have a feminine soul.’ સ્ત્રીઓ પ્રત્યેનો ગાંધીજીનો અભિગમ અનોખો છે. તેઓ કહે છેૹ ‘હં ુ સ્ત્રી છુ .ં સ્ત્રીઓને સારુ હં ુ સ્ત્રી જ ેવો બન્યો છુ ં ને તેનું હૃદય ઓળખું છુ .ં પુરુષોએ પોતાની મર્યાદા સમજવાની છે અને જ્યાં લગી પતિપણું છૂટે નહીં ત્યાં સુધી સ્ત્રીને ઓળખાય જ નહીં. આવો પતિ હં ુ મટ્યો એટલે જ બાને ઓળખવા પામ્યો ને બીજી બહે નોને ઓળખવા લાગ્યો. હં ુ લાખો સ્ત્રીઓના પરિચયમાં આવ્યો છુ .ં એ મને કહે છે કે અમે તમને પુરુષ નહીં પણ સ્ત્રી જ ગણીએ છીએ. મને ભાસે છે કે આ વાત ખરી છે. દક્ષિણ આફ્રિકામાં મેં જોયું કે સ્ત્રીઓની સેવા વિના દરિદ્રનારાયણની સેવા ન થઈ શકે. લોકોએ મને ‘મહાત્મા’નું પદ આપ્યું છે તેનો યશ બાને છે.’ ગાંધીજી દેશનેતા તરીકે, ધર્મોપદેશક તરીકે, કર્મયોગી તરીકે, બાપુ તરીકે, મા તરીકે—આમ, વિવિધ રૂપે બહે નોની આગળ રજૂ થયા છે. ગાંધીજી બહે નોને પત્રો દ્વારા, પ્રવચનો દ્વારા, પોતાનાં લખાણો સ્ત્રીઓ અને સ્ત્રીજીવનની સમસ્યાઓ લે.ૹ ગાંધીજી સં.ૹ લલ્લુભાઈ મકનજી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1967માં પ્રકાશિત પહે લી  આવૃત્તિનું આઠમું પુનમુદ્રણ વર્ષૹ 2014 પાકું પૂંઠુૹં 4.75 "×7" ISBNૹ 978-81-7229-105-1 પાનાંૹ 128 • ૱ 35

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

અને બહે નોનાં જીવનને ઘડતા. આઝાદીની લડતોઆંદોલનોના કાળ દરમિયાન સ્ત્રીઓ અંગે બાપુના વિચારોની ઝાંખી લલ્લુભાઈ મકનજી સંપાદિત આ પુસ્તકમાંથી મળે છે. બાપુએ સ્ત્રીઓની સમસ્યાઓનું એવું દર્શન કરાવ્યું છે જ ે જીવનની તિમિરમય કેડી પર અજવાળું પાથરી જાય છે. લલ્લુભાઈ લખે છેૹ ‘ગાંધીજીએ સ્ત્રીઓને લડતમાં જોતરીને અને આશ્રમમાં તેમને સમાન હક અને સ્વતંત્રતા આપીને સ્ત્રીઓનું સમાજમાં કેવું સ્થાન હોવું જોઈએ તેનો ઉત્તમ નમૂનો રાષ્ટ્રને પૂરો પાડ્યો છે. પિતૃસત્તાક સમાજમાં નારીનું સ્થાન સદીઓથી દ્વિતીય દરજ્જાનું રહ્યું છે, પરં તુ ગાંધીજી કહે છે, ‘પ્રભુએ પુરુષ અને સ્ત્રી મળીને એક અખંડ અને પૂર્ણ ઘટમાળ બનાવી છે. પ્રભુ પાસે બંનેનો દરજ્જો સરખો જ છે.’ બાપુ તો બહે નોને કહે તા, તમારું અંતર મારી પાસે ઠાલવી મારી પાસેથી ‘મા’નું કામ લેજો. સમાજજીવનનાં રૂઢિઓ અને બંધનો તોડવા તેમણે તેજસ્વી લખાણોનો ધોધ વરસાવ્યો હતો. સ્ત્રીજીવનને લગતાં મહત્ત્વનાં લખાણોને ૩૬ પુસ્તકોમાંથી ભેગાં કરીને સંપાદકે ૧૨૮ પાનાંમાં વિષય વાર સમાવ્યાં છે. સ્ત્રી પોતાની આત્મ-ઓળખ, પોતાની સ્વતંત્રતા અને પોતાની જાત પ્રત્યેની વાત કહે વા હવે આગળ આવી છે. આ દૃષ્ટિએ સમગ્ર સંપાદન અત્યંત ઉપયોગી છે. નીલમ પરીખ [૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક જુ લાઈ-સપ્ટે. ૨૦૧૭માંથી] 51


ઔદ્યોગિક સંસ્કૃતિ અને હિં દ સ્વરાજ નિરં જન ભગત નિરં જન ભગત કોઈ એક ઓળખમાં સમાતા નથી, તેઓ નગરસંસ્કૃ તિના કવિ હોવા ઉપરાંત અધ્યાપક, વક્તા અને વિવેચક રહ્યા છે. ભગતસાહે બે વ્યાપક પ્રમાણમાં અભ્યાસપૂર્ણ સાહિત્યિક વ્યાખ્યાનો આપ્યા છે, જ ે સાહિત્ય ક્ષેત્રે તેમણે આપેલાં પ્રદાનને વિશિષ્ટતા બક્ષે છે. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રકની અર્પણવિધિ અવસરે વ્યાખ્યાન રૂપે તૈયાર થયેલું યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા પુસ્તક અદ્વિતીય લેખાય છે. સાત ખંડોમાં નિબંધો રૂપે પ્રકાશિત થયેલાં આ પુસ્તકના પૂર્વાર્ધ નામના ખંડમાં ભગતસાહે બ લખે છે તેમ, ઔદ્યોગિક ક્રાંતિ, ઔદ્યોગિક સંસ્કૃ તિ, ઔદ્યોગિક ૧૯૨૬ • ૨૦૧૮ સમાજ અને ઔદ્યોગિક મનુષ્યના વસ્તુ-વિષયરૂપ હોય એવી ગુજરાતી ભાષાની પાંચ પદ્યગદ્ય કૃ તિઓનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતી ભાષાના આ પાંચ પદ્યગદ્યમાં ભગતસાહે બે ગાંધીજીના હિં દ સ્વરાજનું પણ મૂલ્યાંકન કર્યું છે. ભગતસાહે બે કરે લાં હિં દ સ્વરાજના આ મૂલ્યાંકનને વાંચવા માત્રથી વાચક કળી શકશે કે ભગતસાહે બની વિદાયથી ગુજરાતી સાહિત્યએ શું ગુમાવ્યું છે. …

૧૯૦૭-૦૮માં દક્ષિણ આફ્રિકામાં ટ્રાન્સવાલમાં મૉરિસના પ્રમુખપદે ફ્રેન્ડ્સ હાઉસમાં ‘East and જોહાનિસબર્ગમાં અંગ્રેજોના રં ગદ્વેષના બે અન્યાયી ધારાઓની વિરુદ્ધ ગાંધીજીએ એમનો સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો. પછી ૧૯૦૯ના જુ લાઈની ૧૦મીએ ટ્રાન્સવાલ ડૅપ્યુટેશનમાં દક્ષિણ આફ્રિકાના હિન્દીઓના પ્રતિનિધિ-સભ્ય તરીકે એ લંડન ગયા. અને નવેમ્બરની ૧૩મી લગી ત્યાં ચારે ક માસ રહ્યા. ત્યારે એમણે સુધારા વિશેનાં એટલે કે આધુનિક સંસ્કૃતિ, ઔદ્યોગિક સંસ્કૃતિ વિશેનાં અનેક પુસ્તકોનું વાચન કર્યું એ સૌમાં સૌથી વધુ મહત્ત્વનું પુસ્તક ઍડવર્ડ કાર્પેન્ટરનું Civilization, Its Cause and Cure (સુધારો, તેનાં કારણો અને તેની દવા) વાંચ્યું. સપ્ટેમ્બરની ૭મીએ એનો પહે લો ભાગ પૂરો કર્યો. સપ્ટેમ્બરની ૮મીએ પોલાકને એ વિશે પત્ર લખ્યો. ઑક્ટોબરની ૧લીએ ટૉલ્સ્ટૉય સાથે પત્રવ્યવહારનો આરં ભ કર્યો. ઑક્ટોબરની ૮મીએ ઍમર્સન ક્લબમાં ‘પૅસિવ રિઝિસ્ટન્સની નૈતિકતા’ પર વ્યાખ્યાન કર્યું. ઑક્ટોબરની ૧૩મીએ હૅ મસ્ટેડ પીસ ઍન્ડ આર્બિટ્રેશન સોસાયટીના ઉપક્રમે સી. ઈ. 52

West’ (‘પૂર્વ અને પશ્ચિમ’) પર વ્યાખ્યાન કર્યું. ઑક્ટોબરની ૧૪મીએ પોલાકને એ વિશે પત્ર લખ્યો. આ ચારે ક માસના સમયમાં એમણે ત્યારે ભારતના જ ે અરાજકતાવાદીઓ લંડનમાં વસ્યા હતા એમની સાથે અને અનેક અંગ્રેજો સાથે સતત સંવાદ કર્યો. સૌથી વિશેષ તો એમણે પોતાની જાત સાથે સંવાદ કર્યો, પોતે આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ કર્યું. એને પરિણામે પોતે આત્મશિક્ષણ અને આત્મપરિવર્તન કર્યું. એને પરિણામે એમણે ઇંગ્લંડથી દક્ષિણ આફ્રિકામાં પુનરાગમન સમયે ‘ક્લિડોનન કૅ સલ’ સ્ટીમર પર નવેમ્બરની ૧૩મીથી ૨૨મી લગીમાં વીસ પ્રકરણમાં વાચક અને અધિપતિ વચ્ચે સંવાદરૂપે હિં દ સ્વરાજ ચાલીસ વર્ષની વયે લખ્યું, ઇન્ડિયન ઓપિનિયનમાં ડિસેમ્બરની ૧૧મીએ પહે લાં બાર પ્રકરણ અને ડિસેમ્બરની ૧૮મીએ બાકીનાં આઠ પ્રકરણ એમ બે હપ્તામાં લેખમાળારૂપે એ પ્રસિદ્ધ કર્યું. પછી ‘એ લેખમાળા વાચકવર્ગને એટલી બધી ગમી કે તે પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવી’ ૧૯૧૦ના [ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ઈ. સ. ૧૯૧૦માં અમેરિકાની લેન્કેસ્ટર કોટન મિલનું એક દૃશ્યૹ ઔદ્યોગિક સંસ્કૃ તિમાં શોષણની પરાકાષ્ઠા

જાન્યુઆરીમાં, જોહાનિસબર્ગમાં ઇન્ટરનૅશનલ પ્રિન્ટિંગ પ્રેસમાંથી. માર્ચના આરં ભમાં મુંબઈ સરકારે ગાંધીજીનાં અન્ય પુસ્તકોની સાથે આ પુસ્તક પણ જપ્ત કર્યું. એથી અને ગાંધીજીને થયું ‘મારા અંગ્રેજ મિત્રોને એ પુસ્તકના લખાણથી વાકેફ કરવા એ મારી તેમના પ્રત્યેની ફરજ છે’ એથી ‘એક ક્ષણની ઢીલ કર્યા વગર’ માર્ચની ૨૦મીએ જોહાનિસબર્ગમાં ઇન્ટરનૅશનલ પ્રિન્ટિંગ પ્રેસમાંથી ‘ગાંધીજીએ મિ. કૅ લનબૅક માટે એ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો, તે મુંબઈ સરકારના હુકમના જવાબરૂપે પ્રસિદ્ધ કર્યો.’ એપ્રિલની ૪થીએ ગાંધીજીએ ટૉલ્સ્ટૉયના ‘એક નમ્ર અનુયાયી તરીકે’ ટૉલ્સ્ટૉયને એની એક નકલ મોકલી અને સાથે પત્ર લખ્યો. મેની ૯મીએ ટૉલ્સ્ટૉયે ગાંધીજીને એના ઉત્તરરૂપે પત્ર લખ્યો. એમાં એમણે હિં દ સ્વરાજ વિશે લખ્યું, ‘મેં તમારી ચોપડી રસથી વાંચી છે. કેમ કે હં ુ માનું છુ ં કે તેમાં ચર્ચવામાં આવેલો વિષય-સત્યાગ્રહ તે હિં દુસ્તાન માટે જ નહીં પણ કુ લ આદમજાત માટે સહુથી વધારે અગત્યનો છે… હં ુ नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

તમારી ચોપડીને બહુ કિંમતી ગણું છુ .ં ’ ૧૯૦૯માં ગાંધીજીએ હિં દ સ્વરાજ લખ્યું તે પૂર્વે, આગળ જોયું તેમ, ૧૭૬૦માં ઔદ્યોગિક ક્રાંતિને કારણે પ્રથમ ૧૯મી સદીના પૂર્વાર્ધમાં ઇંગ્લંડમાં અને પછી ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપ, અમેરિકામાં ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ અને ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થયું હતું. પશ્ચિમનું જગત ઔદ્યોગિક યુગના બીજા સ્તબકમાં પ્રવેશી ચૂક્યું હતું અને એને પરિણામે, આગળ જોયું તેમ, ઇંગ્લંડમાં અને સમગ્ર યુરોપમાં પ્રાગ્-ઔદ્યોગિક યુગમાં, પ્રાગ્-ઔદ્યોગિક સંસ્કૃતિમાં મુખ્યત્વે સંવાદ અને સહકારનાં, ઉદારતા અને નિઃસ્વાર્થનાં જ ે મૂલ્યો હતાં એનો ઉત્તરોત્તર વધુ ને વધુ હ્રાસ થયો હતો અને એને સ્થાને સંઘર્ષ અને સ્પર્ધાનાં, સંકુચિતતા અને સ્વાર્થનાં મૂલ્યોનો ઉત્તરોત્તર વધુ ને વધુ વિકાસ થયો હતો. અને પરિણામે હવે પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિમાં અર્થકારણમાં નફાખોરી અને રાજ્યકારણમાં સત્તાખોરીની પરાકાષ્ઠા હતી, 53


વિત્તૈષણા અને લોકૈષણાની પરાકાષ્ઠા હતી. સમાજમાં અલ્પસંખ્ય મનુષ્યોનું ધન અને સત્તા દ્વારા વર્ચસ્વ હતું અને એ દ્વારા બહુસંખ્ય મનુષ્યોનું શોષણ-ભક્ષણ હતું. આમ, યંત્રોનો, યંત્રવિજ્ઞાનનો ભારે દુરુપયોગ થયો હતો. માર્ક્‌સ આદિ અનેક દ્રષ્ટાઓને એનું ભાન થયું હતું છતાં એમને માટે ઔદ્યોગિક સંસ્કૃતિ એ મનુષ્યજાતિની પ્રગતિનું પ્રતીક હતી. કારણ કે, આગળ જોયું તેમ, ઇંગ્લંડમાં ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં લોકશાહી સમાજવાદનો આરં ભ થયો હતો, એનો ઉત્તરોત્તર વિકાસ થયો હતો અને ભવિષ્યમાં હજુ વધુ વિકાસ થશે એવી શ્રદ્ધા હતી. અનેક ચિંતકો—માર્ક્‌સ સુધ્ધાં—ને ઔદ્યોગિક સંસ્કૃતિ દ્વારા મનુષ્યજાતિ ભૌતિક, બૌદ્ધિક અને નૈતિક પૂર્ણતા સિદ્ધ કરશે અને એમાં યંત્રોનું, યંત્રવિજ્ઞાનનું વિશેષ અર્પણ હશે એવી શ્રદ્ધા હતી. ૧૯મી સદીના અંત લગીમાં ભારતમાં, આગળ જોયું તેમ, અંગ્રેજોનું આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક એમ ત્રિવિધ વર્ચસ્વ હતું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં કેટલાક રાષ્ટ્રપ્રેમી શિક્ષિત સજ્જનોએ કેટલાક સમભાવી અંગ્રેજ સજ્જનોના સહકારથી ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ સ્થાપી હતી. પણ ૨૦મી સદીના આરં ભમાં બંગભંગ સમયે એના ‘ઍકસ્ટ્રીમિસ્ટ’— જહાલ અને ‘મૉડરે ટ’—મવાળ એમ બે ભાગ થયા હતા. ત્યાર પછી તરત જ ત્રાસવાદીઓ, હિં સાવાદીઓ, વિપ્લવવાદીઓ, અરાજકતાવાદીઓની પ્રવૃત્તિનો પણ આરં ભ થયો હતો બંનેનો સ્વરાજ માટેનો પુરુષાર્થ હતો. બંનેનું સાધ્ય અભિન્ન હતું —સ્વરાજ. બંનેનું સાધન ભિન્ન હતું—એકનું આજીજી અને બીજાનું દારૂગોળો. બંનેનો સ્વરાજનો અર્થ પણ અભિન્ન હતો—અંગ્રેજો જાય, એટલે કે અંગ્રેજોનું આર્થિક અને રાજકીય વર્ચસ્વ જાય; અને પછી અંગ્રેજોનું સાંસ્કૃતિક વર્ચસ્વ હતું ત્યારે જ ે ન થયું તે થાય, એટલે કે ભારતમાં ઔદ્યોગિક સંસ્કૃતિનું, 54

ઔદ્યોગિક મનુષ્યનું સર્જન થાય. બંનેનો સ્વરાજનો અર્થ હતો અંગ્રેજો જાય પણ અંગ્રેજોનો સુધારો ન જાય, અંગ્રેજો ભારતમાં ન હોય ત્યારે પણ અંગ્રેજોનો સુધારો ભારતમાં ઍડવર્ડ કાર્પેન્ટર હોય. બંનેનું સમીકરણ હતુંૹ સ્વરાજ = અંગ્રેજોનો સુધારો. ૧૯૦૯માં ગાંધીજીએ હિં દ સ્વરાજ લખ્યું તે પૂર્વે ગાંધીજીનો સ્વરાજનો અર્થ પણ આ અર્થથી વિશેષભાવે ભિન્ન ન હતો. ગુજરાતમાં દલપતનર્મદનો સુધારો એ મુખ્યત્વે સામાજિક અને ધાર્મિક સુધારો હતો. ગાંધીજીનો જન્મ આ સુધારાના વાતાવરણમાં થયો. યુવક મોહનદાસનો સુધારો એ પણ મુખ્યત્વે સામાજિક અને ધાર્મિક સુધારો હતો. પણ પછી દક્ષિણ આફ્રિકમાં મિસ્ટર ગાંધીનો સુધારો એ રં ગદ્વેષના રાજકારણમાં સક્રિય રસને કારણે અને રસ્કિનના પુસ્તક Unto This Last (સર્વોદય)ના વાચનને કારણે રાજકીય અને આર્થિક સુધારો હતો. આ સારોયે સમય એમને અંગ્રેજોની લોકશાહી પ્રત્યે, એની રાજ્યપદ્ધતિ અને ન્યાયપદ્ધતિ પ્રત્યે અનહદ અહોભાવ હતો. પણ ૧૯૦૭-૦૮માં એમને અંગ્રેજોના રં ગદ્વેષનો કરુણ અનુભવ થયો અને અંગ્રેજોના રાજયકારણમાં સત્તાખોરીનું પ્રથમ વાર ભાન થયું. એની વિરુદ્ધ એમણે એમનો પ્રથમ સત્યાગ્રહનો પ્રયોગ કર્યો અને એના અનુસંધાનમાં એ લંડન ગયા. ૧૯૦૯માં લંડનમાં એ મિસ્ટર ગાંધીમાંથી મહાત્મા ગાંધી થયા. લંડનમાં એમણે ‘બહુ વાંચ્યું.’ એમણે પંડની સામે બંડ પોકાર્યું. એમણે હિં દ સ્વરાજ [ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


લખ્યું. હવેથી એમનું સાધ્ય હતું સ્વરાજ એટલે અંગ્રેજોનો સુધારો નહીં પણ હિં દ સ્વરાજમાં જ ે સ્વરાજ અને સુધારો છે તે સ્વરાજ અને સુધારો અને એમનું સાધન હતું સત્યાગ્રહ. ૧૯૦૯માં ગાંધીજીએ હિં દ સ્વરાજ લખ્યું તે પૂર્વે ગાંધીજીને સત્ય, અહિં સા અને પ્રેમનો અંગત અનુભવ હતો; એના વૈયક્તિક, કૌટુબિ ં ક સ્વરૂપનો અનુભવ હતો. ૧૯૦૭-૦૮માં દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોના રં ગદ્વેષના રાજકારણમાં આ જ સમયમાં ભારતમાં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના સભ્યોને જ ે આજીજીમાં શ્રદ્ધા હતી તે આજીજી, વિનંતી અંગ્રેજોને કર્યા પછી અંતે એમાં શ્રદ્ધા ન હતી ત્યારે એમને માટે કંઈક કર્મ કરવું, કાર્ય કરવું અનિવાર્ય હતું, કાર્ય-ક્રમ કરવો, સવિનય કાનૂનભંગ કરવો, અહિં સક પ્રતિકાર કરવો, સત્યાગ્રહ કરવો અનિવાર્ય હતો. એથી એમણે સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો. અને એમને સત્ય, અહિં સા અને પ્રેમનો વ્યાપક અનુભવ થયો. એના સામાજિક, વૈશ્વિક સ્વરૂપનો અનુભવ થયો. આ જ સમયમાં ભારતમાં ત્રાસવાદીઓના, વિપ્લવવાદીઓના દારૂગોળાનો, એમની હિં સાનો આરં ભ થયો હતો. દક્ષિણ આફ્રિકામાં કેટલાક હિન્દીઓના મન પર એનો પ્રભાવ હતો. ગાંધીજી લંડન ગયા એના એક અઠવાડિયા પૂર્વે જ લંડનમાં એક હિન્દીએ એક અંગ્રેજનું ખૂન કર્યું હતું. લંડનમાં ગાંધીજી ચારે ક માસ રહ્યા ત્યારે એમણે જ ે પ્રસિદ્ધ ભારતીય હિં સાવાદીઓ, અરાજકતાવાદીઓ લંડનમાં વસ્યા હતા તે સૌની સાથે અને અનેક અંગ્રેજોની સાથે સંવાદ કર્યો હતો. હિં દ સ્વરાજની પ્રસ્તાવનામાં અને એને વિશેના એક લેખમાં અને એક સંદેશામાં ગાંધીજીએ લખ્યું છેૹ વળી, વિલાયતમાં ટ્રાન્સવાલ नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

ડેપ્યુટેશન સારુ ચાર માસ રહ્યો તે મુદ્દતમાં મારાથી બન્યા તેટલા હિં દીની સાથે વિચાર કર્યો, બન્યા તેટલા અંગ્રેજોને પણ મળ્યો.  ઇન્ડિયન ઓપિનિયનના ગુજરાતી ઘરાક આઠસેંને આશરે છે. ઘરાક દીઠ દસ જણ ઓછામાં ઓછા તે છાપું રસપૂર્વક વાંચે છે એમ મેં અનુભવ્યું છે. જ ેઓ ગુજરાતી નથી જાણતા તેઓ બીજા પાસે વંચાવે છે. આવા ભાઈઓએ મારી પાસે હિં દની દશા વિશે બહુ સવાલ કર્યા છે. એવા જ સવાલ મારી પાસે વિલાયતમાં થયા.  … હિં દીઓના હિં સાવાદી સંપ્રદાયને અને દક્ષિણ આફ્રિકામાંના તેને મળતા વિચાર ધરાવનારા વર્ગને જવાબરૂપે તે લખાયું હતું. લંડનમાં વસતા એકેએક જાણીતા અરાજકતાવાદી હિં દીના પ્રસંગમાં હં ુ આવ્યો હતો. એમના શૂરાતનની છાપ મારા મન પર પડેલી, પણ મને લાગ્યું કે એમની ધગશે અવળી દિશા પકડી છે. મને લાગ્યું કે હિં સા એ હિં દુસ્તાનનાં દુઃખોનો ઇલાજ નથી. અને એની સંસ્કૃતિ જોતાં તેણે આત્મરક્ષા સારુ ભિન્ન અને ઉચ્ચતર પ્રકારનું કોઈ શસ્ત્ર વાપરવું જોઈએ. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ તે વખતે હજુ માંડ બે વરસનું બાળક હતો. પણ એનો વિકાસ એટલો થઈ ચૂક્યો હતો કે મેં એને વિશે અમુક અંશે આત્મવિશ્વાસથી લખવાની હામ ભીડી હતી.  વાચક એટલું ધ્યાનમાં રાખે કે કેટલાક કાર્યકર્તાઓ, જ ેમાંના એક કટ્ટર અરાજકતાવાદી હતા, તેમની સાથે મારે જ ે વાતચીતો થયેલી તે જ ેવી ને તેવી મેં એ પુસ્તકમાં ઉતારે લી છે. વાચક એ પણ જાણે કે દક્ષિણ 55


હિં દ સ્વરાજ એ માત્ર કોઈ શબ્દવીરનું નહી ં એક કર્મવીરનું સર્જન છે. હિં દ સ્વરાજમાં ગાંધીજી દ્રષ્ટા

અને સ્ત્રષ્ટા બંને છે. હિં દ સ્વરાજમાં ગાંધીજીનું સાધન છે સત્યાગ્રહ અને સાધ્ય છે સ્વરાજ. સ્વ + રાજ. પણ ગાંધીજીમાં સાધન-સાધ્યનો અભેદ છે,

એનું

અદવૈત

છે.

એથી

સાધનશુદ્ધિનો આગ્રહ છે

ગાંધીજીમાં

આફ્રિકાના હિં દીઓમાં જ ે સડો પેસવાની અણી પર હતો તે આ લખાણે અટકાવ્યો છે. ગાંધીજીએ આત્મવિશ્વાસથી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. અને ભારતની સંસ્કૃતિને અનુરૂપ એવા આ સત્યાગ્રહનો ભારતની આત્મરક્ષા અર્થે ભવિષ્યમાં ભારતમાં અનેક વાર પ્રયોગ કરવાનો એમનો આત્મસંકલ્પ હતો. હિં દ સ્વરાજની પ્રસ્તાવનામાં અને એના અંતિમ પ્રકરણના અંતિમ વાક્યોમાં ગાંધીજીએ લખ્યું છેૹ જ ે વિચારો બતાવ્યા છે તે મારા છે, ને મારા નથી. તે મારા છે કેમ કે તે પ્રમાણે વર્તન કરવાની મારી ઉમેદ છે. તે મારા આત્મામાં ઘડાઈ ગયા જ ેવા છે.  મને લાગે છે કે આપણે સ્વરાજનું નામ લીધું છે પણ તેનું સ્વરૂપ સમજ્યા નથી. તે જ ેવું હં ુ સમજ્યો છુ ં તેવું સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તેવું સ્વરાજ લેવા ખાતર આ દેહ અર્પણ છે, એમ મન સાક્ષી પૂરે છે. આ છે ગાંધીજીના સ્વરાજના, સુધારાના સાધ્ય માટેના સાધનની, સત્યાગ્રહની, હિં દ સ્વરાજના પ્રકરણ ૧૪-૧૭ની પ્રેરણા અને પૂર્વભૂમિકા. હિં દ 56

સ્વરાજ એ માત્ર કોઈ શબ્દવીરનું નહીં એક કર્મવીરનું સર્જન છે. હિં દ સ્વરાજમાં ગાંધીજી દ્રષ્ટા અને સ્ત્રષ્ટા બંને છે. હિં દ સ્વરાજમાં ગાંધીજીનું સાધન છે સત્યાગ્રહ અને સાધ્ય છે સ્વરાજ. સ્વ + રાજ. પણ ગાંધીજીમાં સાધન-સાધ્યનો અભેદ છે, એનું અદ્વૈત છે. એથી જ ગાંધીજીમાં સાધનશુદ્ધિનો આગ્રહ છે, સત્ય-અહિં સા-પ્રેમનો આગ્રહ, સત્યાગ્રહ છે. ગાંધીજીએ લંડનમાં ‘બહુ વાંચ્યું. બહુ વિચાર્યું.’ હિં દ સ્વરાજની અને અંગ્રેજી હિં દ સ્વરાજની પ્રસ્તાવનાઓમાં ગાંધીજીએ લખ્યું છેૹ જ ે વિચારો બતાવ્યા તે મારા છે, ને મારા નથી… મારા નથી, કેમ કે તે મેં જ વિચાર્યા છે એમ નથી; તે કેટલાંક પુસ્તકો વાંચ્યાં પછી બંધાયેલા છે. મનમાં જ ે ઊંડુ ં ઊડુ ં જોતો હતો તેને પુસ્તકોએ ટેકો આપ્યો.  જ ે વિચારો વાંચનાર પાસે રજૂ કરું છુ ં તે હિં દુસ્તાનમાં સુધારાની ધૂનમાં નહીં આવેલા એવા ઘણા હિં દી ધરાવે છે, એ તો કંઈ સાબિત કરવા જ ેવું રહે તું નથી, પણ તે જ વિચારો યુરોપના હજારો માણસો ધરાવે છે તે હં ુ વાંચનારના મનમાં મારા પુરાવાથી જ ઠસાવવા માગું છુ .ં જ ેને તે શોધ કરવી હોય, જ ેને તેવો અવકાશ હોય, તે માણસ તે પુસ્તકો જોઈ શકશે.  હિં દ સ્વરાજમાં દર્શાવ્યા છે તે વિચારો હં ુ પોતે ધરાવું છુ .ં પણ એટલું કહે વું જોઈએ કે તેમાં હિં દના મહાન તત્ત્વવેત્તાઓ ઉપરાંત ટૉલ્સ્ટૉય, રસ્કિન, થોરો, ઍમર્સન અને બીજા લેખકોને મારી સમજ પ્રમાણે અનુસરવા જ કોશિશ કરી છે. કેટલાંક વર્ષો થયાં ટૉલ્સ્ટૉય મારા શિક્ષક તરીકે નીવડેલ છે. આ તરજુમામાં જણાવેલા વિચારોનું જ ેને પ્રતિપાદન જોઈતું હોય તેમના માટે ઉપર જણાવેલા મહાન નરોનાં કેટલાંક પુસ્તકોની યાદી પુરવણીમાં આપી છે. [ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીએ અંગ્રેજી હિં દ સ્વરાજનાં પરિશિષ્ટોમાં હિં દ સ્વરાજના અભ્યાસ માટે વાચન કરવાની ભલામણ સાથે વીસ પુસ્તકોની યાદી આપી છે. અને સાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિએ અર્વાચીન સંસ્કૃતિ પાસેથી ભાગ્યે જ કંઈ ભણવાનું હોય એ અંગેનાં આઠ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં વિધાનોનાં અવતરણો આપ્યાં છે. સપ્ટેમ્બરની ૭મીએ ગાંધીજીએ એમાંના એક પુસ્તક—ઍડવર્ડ કાર્પેન્ટરના Civilization, Its Cause and Cure (સુધારો, તેનાં કારણો અને તેની દવા)—ના પહે લા ભાગનું વાચન પૂરું કર્યું અને સપ્ટેમ્બરની ૮મીએ પોલાક પરના પત્રમાં એ વિશે લખ્યુંૹ આપણે જ ેને સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ તેનું તેમણે સરસ પૃથક્કરણ કર્યું છે. તેમણે સંસ્કૃતિની ઘણી સખત નિંદા કરી છે અને તે મારા અભિપ્રાય મુજબ પૂરેપૂરી વાજબી છે. તેમણે સૂચવેલો ઇલાજ સારો છે, પરં તુ મને લાગે છે કે પોતાની જ કલ્પનાથી એ પોતે ગભરાય છે અને તે સ્વાભાવિક પણ છે, કારણ કે તેમને પોતાની ભૂમિકા વિશે પાકી ખાતરી નથી. મારી માન્યતા અનુસાર કોઈ પણ માણસ હિં દના દિલને પિછાને નહીં ત્યાં સુધી ભવિષ્ય વિશે ચોક્કસ અનુમાન બાંધી નહીં શકે તેમ જ તેનો યોગ્ય ઇલાજ પણ ન બતાવી શકે. હવે તમે એ વાત સમજી શકશો કે મારા વિચારો મને કઈ દિશામાં ધકેલી રહ્યા છે. [મૂળ અંગ્રેજી પત્રનો ‘અક્ષરદેહ’માંનો અનુવાદ]

આમ, ગાંધીજીના આત્મામાં જ ે વિચારો ઘડાઈ ગયા જ ેવા હતા અને ગાંધીજી મનમાં જ ે ઊંડુ ં ઊંડુ ં જોતા હતા એને આ પુસ્તકોએ, સવિશેષ કાર્પેન્ટરના પુસ્તકે ટેકો આપ્યો. ઉપરાંત એમને એમની ભૂમિકા વિશે પાકી ખાતરી હતી, એ હિં દના દિલને પિછાનતા હતા, એમને હિં દના ભવિષ્ય વિશે ચોક્કસ અનુમાન नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

ગાંધીજીના આત્મામાં જે વિચારો ઘડાઈ ગયા જેવા

હતા અને ગાંધીજી મનમાં જે ઊંડં ુ ઊંડં ુ જોતા હતા એને આ પુસ્તકોએ, સવિશેષ કાર્પેન્ટરના પુસ્તકે

ટે કો આપ્યો. ઉપરાંત એમને એમની ભૂમિકા વિશે પાકી ખાતરી હતી, એ હિં દના દિલને પિછાનતા

હતા, એમને હિં દના ભવિષ્ય વિશે ચોક્કસ અનુમાન બાંધવું હતું, તેમ જ તેનો ઇલાજ બતાવવો હતો

બાંધવું હતું, તેમ જ તેનો ઇલાજ બતાવવો હતો. એમના વિચારો એમને હિં દ સ્વરાજની દિશામાં ધકેલી રહ્યા હતા. ઑક્ટૉબરની ૧લીએ કેટલાંક વર્ષો થયાં એમના શિક્ષક તરીકે નીવડેલ ટૉલ્સ્ટૉય સાથે પત્રવ્યવહારનો આરં ભ કર્યો. ઑક્ટૉબરની ૮મીએ હૅ મ્પસ્ટેડ કલબમાં ‘પૂર્વ અને પશ્ચિમ’ પર વ્યાખ્યાન કર્યું. ઑક્ટૉબરની ૯મીએ પોલાક પરના પત્રમાં ગાંધીજીએ પોતે જ એનો સાર આપ્યો છે. વળી ઇન્ડિયન નૅશનલ કૉંગ્રસની લંડનમાંની બ્રિટિશ હિં દી કમિટીના અંગ્રેજી સાપ્તાહિક Indiaના ઑક્ટૉબરની ૨૨મીના અંકમાં પણ એનો સાર પ્રગટ થયો છે. હિં દ સ્વરાજની સાચી અને સંપૂર્ણ સમજ માટે આ વ્યાખ્યાનનો સાર એક અમૂલ્ય સહાય છે. પોલાક પરના પત્રમાં આ વ્યાખ્યાનના અનુસંધાનમાં ગાંધીજીએ પોતાનાં મન અને હૃદય ખોલ્યાં છેૹ …તમે હવે લગભગ આખું હિં દુસ્તાન જોઈ વળવાના છો, જ ે લહાવો હજી હં ુ લઈ શક્યો નથી, એટલે મને લાગે છે કે, અહીં વધારે ગંભીર નિરીક્ષણ પછી જ ે ચોક્કસ અનુમાનો પર હં ુ આવ્યો છુ ં તે મારે લખી નાખવા જોઈએ.  આ વસ્તુ મારા મનમાં ધોળાયા કરતી હતી, 57


ગાંધીજીએ ૧૯૦૯માં હિં દ સ્વરાજ લખ્યું તે પૂર્વે

ગાંધીજીનું એમના સાધ્યનું સ્વરાજ અને સુધારાનું જે દર્શન હતું તે દલપત-નર્મદનું, ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના સભ્યોનું,

જહાલ

અને

ત્રાસવાદી

મવાળ

અને

બંને

પ�ોના

હિં સાવાદીઓ,

વિપ્લવવાદીઓ અને અરાજકતાવાદીઓ આદિ સૌનું એમના સાધ્યનું, સ્વરાજ અને સુધારાનું જે દર્શન હતું એથી વિશેષપણે ભિન્ન ન હતું

પણ કોઈ ચોક્કસ અને સ્પષ્ટ ચિત્ર ઊઠ્યું નહોતું. ‘પૂર્વ અને પશ્ચિમ’એ વિષય ઉપર પીસ ઍન્ડ આર્બિટ્રેશન સોસાયટી આગળ બોલવાનું આમંત્રણ મેં સ્વીકાર્યું ત્યાર બાદ મારું મગજ અને હૃદય બંને કામ કરવા મંડી ગયાં…  તમે એ પણ જોશો કે સત્યાગ્રહની સાચી ભાવનાને લઈને જ હં ુ ઉપરનાં ચોક્કસ અનુમાનો ઉપર આવ્યો છુ … ં જો મને એનું સત્ય સમજાયું હોય તો એનો અમલ કરતાં મને આનંદ થવો જોઈએ…એટલે મને લાગે છે કે મેં માનસિક રીતે જ ે પગલું ભર્યું છે અને જ ેને હં ુ પ્રગતિકારક પગલું કહં ુ છુ ,ં તે તમારાથી છુ પાવવું નહીં જોઈએ. [મૂળ અંગ્રેજી પત્રનો ‘અક્ષરદેહ’માંનો અનુવાદ]

આમ, જ ે વસ્તુ એમના મનમાં ધોળાયા કરતી હતી, પણ કોઈ ચોક્કસ અને સ્પષ્ટ ચિત્ર ઊઠ્યું નહોતું તેમાંથી વધારે ગંભીર નિરીક્ષણ પછી અને આ વ્યાખ્યાન પછી એમનું મગજ અને હૃદય બંને વધારે કામ કરવા મંડી ગયાં એથી ગાંધીજી એમના સત્યાગ્રહની સાચી ભાવનાને લઈને જ ચોક્કસ અનુમાનો પર આવ્યા હતા અને એમને એમનું સત્ય સમજાયું હતું એથી હવે એમણે માનસિક રીતે જ ે 58

પ્રગતિકારક પગલું ભર્યું હતું એનો અમલ કરવાનો એમનો આત્મસંકલ્પ હતો અને એનો એમને આનંદ હતો. આ છે ગાંધીજીના સ્વરાજ અને સુધારાના સાધ્યની, હિં દ સ્વરાજનાં પ્રકરણ ૧-૧૩ અને ૧૮૨૦ની પ્રેરણા અને પૂર્વભૂમિકા. ગાંધીજીએ ૧૯૦૯માં હિં દ સ્વરાજ લખ્યું તે પૂર્વે ગાંધીજીનું એમના સાધ્યનું સ્વરાજ અને સુધારાનું જ ે દર્શન હતું તે દલપત-નર્મદનું, ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના જહાલ અને મવાળ બંને પક્ષોના સભ્યોનું, ત્રાસવાદી અને હિં સાવાદીઓ, વિપ્લવવાદીઓ અને અરાજકતાવાદીઓ આદિ સૌનું એમના સાધ્યનું, સ્વરાજ અને સુધારાનું જ ે દર્શન હતું એથી વિશેષપણે ભિન્ન ન હતું. હિં દ સ્વરાજમાં ગાંધીજીએ વાચક સાથેના સંવાદમાં અધિપતિરૂપે વિ​િવધ સંદર્ભમાં એ વિશે ત્રણ વાર લખ્યું છેૹ તમે માનો છો તેમ એક વેળા હં ુ પણ માનતો.  દાક્તરના વિશે જ ેમ તમને હજુ મોહ છે તેમ મને પણ હતો. એક વખત એવો હતો કે જ્યારે મેં પોતે દાક્તર થવાનો ઇરાદો રાખેલો, અને દાક્તર થઈ મારે કોમની સેવા કરવી એમ ધાર્યું હતું. હવે તે મોહ ગયો છે.  તમે ઠીક દલીલ કરી છે. તે એવી છે કે તેથી ઘણા છેતરાયા છે. હં ુ પણ તેવી દલીલ કરતો. પણ હવે મારી આંખ ખૂલી છે અને હં ુ મારી ભૂલ જોઈ શકું છુ .ં પણ લંડનમાં, આગળ જોયું તેમ, ગાંધીજીને એમના સાધ્યનું, સ્વરાજ અને સુધારાનું નવું દર્શન થયું. એથી ત્યાર લગી એમના સાધ્યનું, સ્વરાજ અને સુધારાનું જ ે દર્શન હતું એ વિશે એમને સંપૂર્ણ નિભ્રાંતિનો અનુભવ થયો. એમને એમના વૈચારિક વિશ્વમાં આમૂલ ક્રાંતિનો અનુભવ થયો. એમના જ શબ્દોમાં, હમણાં જ જોયું તેમ, ‘હવે તે મોહ ગયો છે’, ‘પણ હવે મારી આંખ ખૂલી છે ને હં ુ મારી ભૂલ જોઈ શકું છુ .ં ’ એમણે [ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


પોતાના પંડ સામે બંડ પોકાર્યું. અને ઇંગ્લંડ અને આફ્રિકા વચ્ચેના ચંચલ સમુદ્રજલ પર વીસેક દિવસના અલ્પ સમયમાં જ હિં દ સ્વરાજ લખ્યું છેૹ જ્યારે મારાથી નથી રહે વાયું ત્યારે જ મેં લખ્યું છે. વળી, હિં દ સ્વરાજ લખ્યું એને ત્રીજ ે જ દિવસે, નવેમ્બરની ૨૪મીએ સ્ટીમર પરથી જ મગનલાલ ગાંધીને પત્રમાં એ વિશે લખ્યુંૹ આ વખતે સ્ટીમરમાં મેં કામ કર્યું છે તેની કંઈ હદ નથી રહી. અને તે જ દિવસે મણિલાલ ગાંધીને પત્રમાં લખ્યુંૹ હં ુ જમણે હાથે લખીને થાક્યો છુ ં એટલે હવે તમારી ઉપર કાગળ ડાબે હાથે લખું છુ .ં ગાંધીજીના હસ્તાક્ષરમાં હિં દ સ્વરાજની એક

આવૃત્તિ પ્રસિદ્ધ છે. એમાં પણ એમણે ડાબે હાથે કેટલુંક લખાણ કર્યું છે. અને જમણે હાથે જ ે લખાણ કર્યું છે તે હસ્તાક્ષર સૂચવે છે તેમ ત્વરિત ગતિએ કર્યું છે. આમ, ગાંધીજીએ ન રહે વાયું ત્યારે જ, બંને હાથે, ત્વરિત ગતિએ, દસેક દિવસમાં જ હિં દ સ્વરાજ લખ્યું છે. એથી ગાંધીજીના વિચારની ઉગ્રતા અને એમની લાગણીની તીવ્રતાની પ્રતીતિ થાય છે. અને એથી જ ગાંધીજીએ ૧૯૩૮માં હિં દ સ્વરાજ વિશેના એક સંદેશામાં લખ્યું છેૹ એ પુસ્તક મારે આજ ે ફરી લખવાનું હોય તો હં ુ ક્યાંક ક્યાંક તેની ભાષા બદલું. આ છે ગાંધીજીની હિં દ સ્વરાજની શૈલીની પ્રેરણા અને પૂર્વભૂમિકા 

હિં જ સ્વરાજની વિવિધ આવૃત્તિ

ïÜ´ÜÜË¹ß †ÜíÜäݶÜ-ÃÜíÜôÜØô‘Ó±Ü

÷ô´ÜÜšÜÓ †ÜíÜäݶÜ

(÷ܳÜ-‘ÜÄÜì, ƒÜÜ¹ß ËÜ܇ÞòØÄÜ) (ÏÜçÆÜêÜß³ÜÜå ‘ÜÄÜì)

ÄÜàèÓÜ´Üß

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

†ØÄÜÂå¢

Õ÷¹ß 59


કાકાના જમાનામાં ‘એપ્રિલફૂલ’નું ટીખળ ડૉ. અશ્વિનકુ માર

કોઈ માણસ પૂરેપૂરો ગુજરાતી હોઈ શકે, પરં તુ ધોળકું ધોળ્યું હતું! એ બિચારાઓનો વાંક એ હતો

સ્કૅચૹ સાનિકા મીનલ

આપણે ત્યાં એકમાત્ર કાકા જ ‘સવાઈ ગજ ુ રાતી’ હતા. કાકાસાહે બ કાલેલકર (૦૧-૧૨-૧૮૮૫થી ૨૧૦૮-૧૯૮૧) નામના ગદ્યપુરુષે ગુજરાતી ભાષા માટે નવા નવા શબ્દોના દાગીના ઘડ્યા છે. કાકાસાહે બની ગેરહાજરીમાં, અમે ભદ્રંભદ્રીય શૈલીમાં ‘એપ્રિલફૂલ’ માટે ‘અંગ્રેજીચતુર્થમાસારં ભમૂરખદિન’ જ ેવો શબ્દપ્રયોગ કરવાનું જોખમ વહોરીએ છીએ. કાકાના જમાનામાં પણ તારીખિયાના દટ્ટામાં પહે લી એપ્રિલનું પાનું ફરફર થતું હતું. દત્તાત્રેય બાલકૃ ષ્ણ કાલેલકર કહે તા કે, એપ્રિલફૂલની મજાક સ્વદેશી નથી, પણ વિલાયતથી આવેલી છે. કાકાસાહે બના બે ભાઈઓ કૉલેજમાંથી પાછા આવ્યા ત્યારે ઘરમાં મોટા કદનો હાહાકાર મચી ગયો હતો. તેનું કારણ એ નહોતું કે તેમણે પરીક્ષામાં

ફર્ગ્યુસન કૉલેજ

60

કે, તેમણે માથાના વાળ યથાવત્ રાખીને કેવળ દાઢી પૂરતી જ હજામત કરાવી હતી! બાલકૃ ષ્ણના દીકરાઓ ખ્રિસ્તી થઈ ગયા એવી ટીકા પણ ચાલી. લાંબી-પહોળી તકરારના અંતે એમને માથાના વાળ અસ્ત્રા વડે ઉતારવા પડ્યા. આ જ અરસામાં કાકાસાહે બના પિતાજી ઉપર પૂનાથી તાર આવ્યો કે, ‘તમારો દીકરો વિષ્ણુ ખ્રિસ્તી થવાનો છે; એને બચાવવો હોય તો પૂને તરત આવી જાઓ.’ આ તાર વાંચીને ગભરાયેલા પિતાજી તાબડતોબ પૂના ગયા. ત્યાં ગયા પછી એમને ખબર પડી કે, કોઈકે પહે લી એપ્રિલના બહાને એ મજાક કરી હતી. કાકાસાહે બનું એમ કહે વું છે કે, ‘એ વખતનો ઘરનો ગભરાટ જોતાં ધર્માંતરની બીક મરણની બીક કરતાં હજારગણી વધારે હતી.’ દ. બા. કા. પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં અભ્યાસ કરતા હતા. કૉલેજકાળના અનુભવોની શ્રેણી લખનાર કાકા કાલેલકરે ‘પહે લી એપ્રિલનું ટીખળ’ નામે લેખ કર્યો છે. દત્તુને નિશાળના દિવસોમાં એપ્રિલફૂલ વિશે કશું સાંભળ્યાનું યાદ નથી, પણ કૉલેજમાં તો માર્ચ મહિનાથી જ ‘એપ્રિલફૂલ’ના માહાત્મ્યની વાતો કાને પડવા લાગી હતી. છાત્રાલયમાં દરે ક વિદ્યાર્થી પોતાની ઓરડીમાં જઈને જ પોતાનાં પગરખાં કાઢે એવા રિવાજના એ દિવસો હતા. મુલાકાતીઓ પણ પગરખાં સાથે જ ઓરડીની અંદર પ્રવેશ કરતા હતા. એ જમાનામાં વિદ્યાર્થીઓ વાળ કતરાવવા માટે વાળંદને છાત્રાલયમાં બોલાવતા હતા. જોકે, વાળંદ પોતાનાં પગરખાં ઓરડીની બહાર દરવાજા પાસે કાઢે અને ઓરડીભીતર જઈને [ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


કેશકર્તન કરી આપે. આ રિવાજ એટલો સાર્વત્રિક હતો કે, ઓરડીની બહાર દૃશ્યમાન થતાં પગરખાં વાળંદ સિવાય બીજાં કોઈનાં હોય જ નહીં! હવે કાકાની ટોળકીના એક નમૂનાએ વાળંદને બોલાવ્યા વગર, પોતાનાં જ પગરખાં ઓરડી બહાર મૂકીને બારણું આડુ ં કર્યું. બહાર પગરખાં પડેલાં જોઈ એક વિદ્યાર્થી વાળંદને બોલાવવા આવ્યો. અંદર બેઠલ ે ા બેત્રણ જણાએ એને ખેંચીને કેમ? બન્યા ને એપ્રિલફૂલ! કહીને મજાક કરવાની શુભ શરૂઆત કરી. પછી તો એ વિદ્યાર્થી પણ અંદર જ બેસી ગયો અને એ તમામ વિદ્યાર્થીઓ નવા ‘બાઘા’ની રાહ જોવા લાગ્યા. શનિ કે રવિનો દિવસ હોવાથી વાળ કપાવવા માટે ઇચ્છુ ક ઘણા વિદ્યાર્થીઓ આ રીતે ‘એપ્રિલફૂલ’નો ભોગ બનતા રહ્યા, હાસ્યની છોળો ઊછળતી રહી. વળી, રમૂજશિકાર વિદ્યાર્થી પણ અન્ય વિદ્યાર્થીઓની સાથે એ જ ઓરડીમાં બેસે અને સભ્યસમૃદ્ધ થતી આ ટોળકી નવા ‘બાઘેશ્વર’ની રાહ જુ એ. છાત્રાલયની એ ‘ઐતિહાસ્યિક’ ઓરડીમાં એપ્રિલફૂલનું આ ટીખળ કલાકો સુધી ચાલ્યું હતું! બીજા વર્ષે ખુદ કાકાસાહે બે ‘એપ્રિલફૂલ’ નિમિત્તે એક મૌલિક કાવતરું ગોઠવ્યું હતું. વિદ્યાર્થીઓની પંચાયતસભા તરફથી સાપ્તાહિક વ્યાખ્યાન ગોઠવનાર મંત્રીને તેમણે સામેથી કહ્યું કે, “હં ુ હમણાં ‘ઇવોલ્યુશન’ (વિકાસવાદ) ઉપર ખૂબ સાહિત્ય વાંચું છુ .ં એટલે આગામી પહે લી તારીખે મારે ‘વાંદરાંમાંથી જ માણસો ઊતરી આવેલા છે.’ એ વિષય ઉપર વ્યાખ્યાન આપવું છે.” મંત્રીને એમ કે એપ્રિલની પહે લી તારીખ વિશે દ.બા. કાલેલકરને કશી ખબર નથી. આથી, દત્તુ ‘બાઘો’ બને એવા ષડ્યંત્રથી મંત્રીએ વ્યાખ્યાનની સૂચના તૈયાર કરીને ફલક ઉપર ચોડી પણ દીધી. મંત્રી અને એમની મંડળીએ માન્યું કે કાકા ખુદ એપ્રિલફૂલ બની જશે. આ नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

વ્યાખ્યાન માટે નાં કાગળિયાં હાથમાં લઈને કાકા ઓરડીમાંથી બહાર નીકળ્યા. એટલામાં કેટલાક મિત્રો આવીને, ઠાવકું મોઢું રાખીને કાકાને કહે વા લાગ્યા કે, ‘આજે ખૂબ તૈયારી છે ને? ચર્ચા ખૂબ

થવાની છે હોં!’ વળતો જવાબ આપતા કાકાએ પણ રોકડું પરખાવ્યુંઃ ‘હું તો ચર્ચામાં ઊતરવાનો જ નથી. મારી પાસે પ્રત્ય� પુરાવા છે!’

તરફ કાકાએ તૈયારીના ભાગરૂપે જૂ ના ધોતિયામાંથી બે ઇંચ પહોળી અને ત્રણેક ફૂટ લાંબી ચીંદરડીઓ કાઢી. દરે ક ચીંદરડીને ગોળ લપેટીને ગજવામાં રાખી. બીજી તરફ વ્યાખ્યાનનો ‘નિર્ધારિત’ સમય થવા આવ્યો એટલે કાકાને તેડવા માટે ત્રણચાર જણા એમની ઓરડીમાં આવ્યા. આ ટોળકી પૈકી જ ે કોઈ ખુરશી ઉપર બેસે એની સાથે વાતો કરતાં કરતાં કાકાએ, ખુરશી પાછળ પડેલી વસ્તુ ઊંચકવાના બહાને ખૂબીપૂર્વક નીચા નમીને, ચીંદરડીનો એક છેડો ટાંકણી વડે એના કોટને વળગાડી દીધો. આ રીતે એ ત્રણચાર જણાને કાકાએ પૂંછડીઓ પહે રાવી દીધી! ત્યાર બાદ, વ્યાખ્યાન માટેનાં કાગળિયાં હાથમાં લઈને કાકા ઓરડીમાંથી બહાર નીકળ્યા. એટલામાં કેટલાક મિત્રો આવીને, ઠાવકું મોઢું રાખીને કાકાને કહે વા લાગ્યા કે, ‘આજ ે ખૂબ તૈયારી છે ને? ચર્ચા ખૂબ થવાની છે હોં!’ વળતો જવાબ આપતા કાકાએ પણ રોકડુ ં પરખાવ્યુંૹ ‘હં ુ તો ચર્ચામાં ઊતરવાનો જ નથી. મારી પાસે પ્રત્યક્ષ પુરાવા છે!’ ઓરડીમાંથી બહાર નીકળેલા દરે કના કોટ પાછળ પૂંછડી લટકતી જોઈને અન્ય દર્શનાર્થીઓએ તાળીઓ વગાડી. 61


પૂંછડિયા વિદ્યાર્થીઓ ભોંઠા પડ્યા. કાકાએ પણ હસતાંહસતાં પૂછ્યુંૹ ‘આટલો પ્રત્યક્ષ પુરાવો રજૂ કર્યા પછી હવે મારે દલીલો કરવાની જરૂર છે?’ થોડા લોકોએ તો આ પૂંછડિયા તારલાઓને પકડીને વરં ડામાં પણ ફે રવ્યા અને પછી વધુ ફજ ેતી ન થાય એટલા માટે પ્રેક્ષકોએ જ એ પૂંછડીઓ કાઢીને એમના હાથમાં સોંપી! કાકાએ તરત કહ્યુંૹ ‘સબૂર, આવડો મોટો સિદ્ધાંત સિદ્ધ કરનાર તો હં ુ . એટલે એ પૂંછડીઓ મને આપો. બધાએ પોતપોતાની પૂંછડી મને સોંપી દેવી અને ફરી પાછા માણસ થઈ પોતપોતાની ઓરડીમાં ચાલ્યા જવું.’ એક વખત દત્તાત્રેય જમીને છાત્રાલયની ત્રેવીસ નંબરની ઓરડીમાં બેઠા હતા. એવામાં બારણે ટકોરા પડ્યા. દત્તુએ દરવાજો ખોલ્યો. સામે પૂનાના વિખ્યાત તબીબ ગજવામાં સ્ટેથોસ્કોપ લટકાવી દત્તુ આગળ આવીને ઊભા ને પૂછ્યુંૹ ‘દરદી ક્યાં છે?’ દત્તાત્રેયે કહ્યુંૹ ‘મારી ઓરડીમાં કોઈ દર્દી નથી.’ ડૉક્ટરે ગજવામાંથી કાર્ડ કાઢી બતાવ્યું. જ ેમાં સ્પષ્ટ લખ્યું હતુંૹ ‘ડૉક્ટર સાહે બ, અમારા એક સાથી ખૂબ

બીમાર છે. અમે તમને ટાંગો કરી બોલાવી શકીએ એવી અમારી સ્થિતિ નથી. ફર્ગ્યુસન કૉલેજના છાત્રાલયમાં ત્રેવીસ નંબરની ઓરડીમાં દર્દીને જોશો તો ઉપકાર થશે.’ આ વાંચીને દત્તાત્રેયને મૂંઝવણ થઈ. જોકે, તેમને બીજી જ ક્ષણે યાદ આવ્યું કે, આજ ે પહે લી એપ્રિલ છે! શરમના માર્યા દત્તુનું મોઢું ઊતરી ગયું. તેમણે અત્યંત દુઃખી અવાજ ે ડૉક્ટરને એ મતલબનું કહ્યું કે, ‘અમારી કૉલેજના કોઈ વિદ્યાર્થીએ નહીં, પણ તમારા કોઈક ઓળખીતાએ જ પહે લી એપ્રિલ નિમિત્તે આવી મજાક કરી છે.’ કૉલેજના જ કોઈ વિદ્યાર્થીનું આ ટીખળ છે એવી ડૉક્ટરને શંકા જાય તો પરિણામે બધા જ વિદ્યાર્થીઓ વિશે એમના મનમાં અંટસ રહે . આવી ગેરસમજ ટાળવા માટે જ દત્તાત્રેયે વિદ્યાર્થીઓ વતી આગોતરું બચાવનામું પેશ કરી દીધું હતું! કાકાસાહે બના જમાનામાં પહે લી એપ્રિલની વધુ મસાલેદાર મજાક માણવા માટે વાચકોએ સાતમા આસમાને નહીં, પણ સાતમા પાને પહોંચવું જ રહ્યું! ashwinkumar.phd@gmail.com

કાકાસાહે બના નાનપણનાં કેટલાંક સંસ્મરણોૹ સ્મરણયાત્રા આ સ્મરણયાત્રા આત્મચરિત્ર નથી, એ તો છૂટાંછવાયાં સંસ્મરણો જ છે. જીવનનાં મહત્ત્વનાં પરિવર્તનો કે ઊંડા અનુભવો આપવાનો અહીં ઇરાદો નથી. બાળકો અને યુવાનોના પવિત્ર સહવાસમાં જ ેના ઘણા દિવસો ગયા છે તે જાણે છે કે, બાળકો તેમ જ યુવાનો સાથે સમભાવ કેળવવાનાં, તેમની ભૂમિકા ઉપર ઊભા રહી તેમને આગળ પાછળનું જોવાની અને આત્મપરીક્ષણ કરવાની કળા શીખવવાનાં અનેક સ્વાભાવિક સાધનોમાં, પોતાના બાળપણનો નિખાલસ, નિઃસંકોચ અનુભવ રજૂ કરવો, એ વખતનાં આશાનિરાશા, મુગ્ધ મૂંઝવણો અને કાવ્યમય પ્રસંગોનું યથાર્થ વર્ણન કરવું, પોતાના ગુણદોષ, જયપરાજય અથવા ક્ષુદ્ર અહં કાર અને સહજ સ્વાર્થત્યાગ વગેરે વસ્તુઓનો આબેહૂબ ચિતાર આપવો એ એક ઉત્તમ સાધન છે. કેમ કે, તેમ કરવાથી સાંભળનારની યુવાવસ્થાને આપણા તરફથી એક પ્રકારની સ્વીકૃ તિ(રે કોગ્નિશન) મળે છે. — કાકા કાલેલકર [ ફોર કલર ટાઇટલ, સાઇઝ 5X7, પેપરબેક બાઇન્ડિંગ, પાનાં 16 + 256, રૂ. 60 ] 62

[ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દોઢસોમી જન્મજયંતી પૂર્વે : નવજીવનની પહે લ મો. ક. ગાંધી વર્ષ ૨૦૧૯માં ગાંધીજીની દોઢસોમી જન્મજયંતી આવી રહી છે. ગાંધીવિચારની વિવિધ સંસ્થાની સાથે સાથે વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પણ આ પ્રસંગની વિશેષ ઉજવણી કરશે. કેન્દ્ર સરકારે તો આ ઉજવણીને અનુલક્ષીને આ વર્ષે અંદાજપત્રમાં દોઢસો કરોડની ફાળવણી પણ કરી છે. અલબત્ત ગાંધીજીની દોઢસોમી જન્મજયંતીની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ભવ્ય કાર્યક્રમોને બદલે તેમના વિચારોનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવાનો હોવો ઘટે. જો આ દિશામાં યોગ્ય કાર્યો અને આયોજનો થાય તો જ તે ગાંધીજીને સ્વીકૃ ત હોય તેવી ઉજવણી બની શકશે. નવજીવન દ્વારા આ દિશામાં પ્રથમ પગલું માંડતા ગાંધીજીની આત્મકથા અથવા સત્યના પ્રયોગોને વિશેષ રાહત દરે —માત્ર પચાસ રૂપિયામાં ગ્રાહકો સુધી પહોંચાડવાની નેમ રાખી છે, અને તેના ભાગરૂપે આત્મકથાની વિશેષ આવૃત્તિ પણ તૈયાર કરવામાં આવી છે. આ પ્રસંગે સત્યના પ્રયોગોમાંથી કેળવણીવિષયક પ્રકરણોને અહીં મૂક્યાં છે. ગાંધીજીએ કેળવણી ઉપર તેમનાં ભાષણોથી માંડીને લખાણોમાં ખૂબ ભાર મૂક્યો છે. તેઓ શા માટે શ્રેષ્ઠ કેળવણીકાર કહે વાતા હતા તેનો જવાબ આત્મકથાનાં આ પ્રકરણો છે…

‘સત્યાગ્રહના ઇતિહાસ’માં જ ે વસ્તુ નથી આવી હતો કે, આદર્શ સ્થિતિમાં ખરી કેળવણી તો શકી અથવા થોડા જ અંશમાં આવી છે તે જ વસ્તુ આ પ્રકરણોમાં આવે છે, એ વાંચનાર યાદ રાખશે તો આ પ્રકરણોનો અરસપરસનો સંબંધ સમજી શકશે. ટૉલ્સ્ટૉય આશ્રમમાં બાળકો તેમ જ બાળાઓને સારુ કંઈક શિક્ષણનો પ્રબંધ આવશ્યક હતો. મારી સાથે હિં દુ, મુસલમાન, પારસી અને ખ્રિસ્તી નવયુવકો હતા, અને થોડી હિં દુ બાળાઓ પણ હતી. ખાસ શિક્ષકો રાખવા અશક્ય હતું, અને મને અનાવશ્યક લાગેલું. અશક્ય હતું કેમ કે યોગ્ય હિં દી શિક્ષકોની અછત હતી, અને મળે તોયે મોટા પગાર વિના ડરબનથી1 ૨૧ માઈલ દૂર કોણ આવે? મારી પાસે પૈસાની છોળ નહોતી. બહારથી શિક્ષક લાવવા અનાવશ્યક માન્યું, કેમ કે ચાલુ કેળવણીની પદ્ધતિ મને પસંદ નહોતી. ખરી પદ્ધતિ શી છે તેનો મેં અનુભવ નહોતો મેળવી જોયો. એટલું સમજતો 1 અહીં ‘ડરબનથી’ને બદલે ‘જોહાનિસબર્ગથી’ જોઈએ. અત્યાર સુધીની ગુજરાતી આવૃત્તિમાં આ ભૂલ ચાલતી આવી છે. પહે લેથી અંગ્રેજી તરજુમામાં એ શ્રી મહાદેવભાઈએ સુધારી લીધી હતી.

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

માબાપની નીચે જ હોય. આદર્શ સ્થિતિમાં બાહ્ય મદદ ઓછામાં ઓછી હોવી જોઈએ. ટૉલ્સ્ટૉય આશ્રમ એક કુ ટુબ ં છે અને તેમાં પિતારૂપે હં ુ છુ ,ં એટલે મારે એ નવયુવકોના ઘડતરની જવાબદારી યથાશક્તિ ખેડવી જોઈએ એમ ધાર્યું. આ કલ્પનામાં ઘણા દોષો તો હતા જ. નવયુવકો મારી પાસે જન્મથી નહોતા. બધા જુ દાં જુ દાં વાતાવરણોમાં ઊછર્યા હતા. બધા એક જ ધર્મના પણ નહોતા. આવી સ્થિતિમાં રહે લ બાળકો અને બાળાઓને હં ુ પિતા બનીને પણ કેમ ન્યાય આપી શકું? પણ મેં હૃદયની કેળવણીને એટલે ચારિત્ર ખીલવવાને હં મેશાં પ્રથમ પદ આપ્યું છે. અને તેનો પરિચય ગમે તે વયે અને ગમે તેટલી જાતનાં વાતાવરણોમાં ઊછરે લાં બાળકો અને બાળાઓને ઓછાવત્તા પ્રમાણમાં આપી શકાય, એમ વિચારી આ બાળકો ને બાળાઓની સાથે હં ુ રાત અને દિવસ પિતારૂપે રહે તો હતો. ચારિત્રને મેં તેમની કેળવણીના પાયારૂપે માન્યું. પાયો પાકો થાય તો બીજુ ં બાળકો 63


અવકાશ મળ્યે મદદ લઈને કે આપબળે મેળવી લે. છતાં અક્ષરજ્ઞાન થોડુઘં ણું પણ આપવું તો જોઈએ જ એમ હં ુ સમજતો હતો, તેથી વર્ગો કાઢ્યા, ને તેમાં મિ. કૅ લનબૅકની અને પ્રાગજી દેસાઈની મદદ લીધી. શારીરિક કેળવણીની આવશ્યકતા સમજતો હતો. તે કેળવણી તેમને સહે જ ે મળી રહી હતી. આશ્રમમાં નોકરો તો નહોતા જ. પાયખાનાથી માંડીને રસોઈ સુધીનાં બધાં કામો આશ્રમવાસીઓને જ કરવાનાં હતાં. ફળઝાડો પુષ્કળ હતાં. નવું વાવેતર કરવાનું જ હતું. મિ. કૅ લનબૅકને ખેતીનો શોખ હતો, પોતે સરકારી આદર્શ વાડીઓમાં થોડો વખત શીખી આવ્યા હતા. રોજ અમુક સમય નાનામોટા બધા જ ે રસોડાના કામમાં ન રોકાયા હોય તેમને બગીચામાં કામ કરવું જ પડતું. આમાં બાળકોનો મોટો હિસ્સો હતો. મોટા ખાડા ખોદવા, ઝાડો કાપવાં, બોજા ઊંચકી જવા, વગેરે કામમાં તેમનાં શરીર સારી પેઠ ે કસાતાં. તેમાં તેમને આનંદ આવતો, ને તેથી બીજી કસરતની કે રમતની તેમને જરૂર નહોતી રહે તી. કામ કરવામાં કેટલાક અથવા કોઈ વાર બધા વિદ્યાર્થીઓ નખરાં કરતા, આળસ કરતા. ઘણી વેળા આની સામે હં ુ આંખ મીંચતો. કેટલીક વેળા તેમની પાસેથી સખતીથી કામ લેતો. જ્યારે સખતી કરતો ત્યારે તેઓ કંટાળતા એમ પણ હં ુ જોતો. છતાં સખતીનો વિરોધ બાળકોએ કર્યો હોય એવું મને યાદ નથી. જ્યારે જ્યારે સખતી કરતો ત્યારે ત્યારે તેમને સમજાવતો અને તેમની પાસે જ કબૂલ કરાવતો કે કામની વખતે રમત એ સારી ટેવ ન ગણાય. તેઓ તે ક્ષણે સમજ ે, બીજી ક્ષણે ભૂલે, એમ ગાડુ ં ચાલતું. પણ તેમનાં શરીર ઘડાયે જતાં હતાં. આશ્રમમાં માંદગી ભાગ્યે જ આવતી. તેમાં હવાપાણીનો અને સારા ને નિયમિત ખોરાકનો પણ મોટો હિસ્સો હતો એ કહે વું જોઈએ. શારીરિક 64

કેળવણીના સંબંધમાં જ શારીરિક ધંધાની કેળવણી ગણાવી જાઉં. સહુને કંઈક ઉપયોગી ધંધો શીખવવો એ ઇરાદો હતો. તેથી મિ. કૅ લનબૅક ટ્રેપિસ્ટ મઠમાં ચંપલ બનાવવાનું શીખી આવ્યા. તેમની પાસેથી હં ુ શીખ્યો, ને મેં જ ે બાળકો એ ધંધો શીખવા તૈયાર થયાં તેમને શીખવ્યો. મિ. કૅ લનબૅકને સુતારકામનો થોડો અનુભવ હતો, અને આશ્રમમાં સુતારકામ જાણનાર એક સાથી હતો, તેથી તે કામ પણ થોડે અંશે શીખવવામાં આવતું. રસોઈ તો લગભગ બધાં બાળકો શીખી ગયાં. આ બધાં કામો બાળકોને સારુ નવાં હતાં. તેમનાં તો સ્વપ્નાંમાંયે આવાં કામો શીખવાનું નહીં હોય. જ ે કંઈ કેળવણી હિં દી બાળકો દક્ષિણ આફ્રિકામાં પામતાં તે કેવળ પ્રાથમિક અક્ષરજ્ઞાનની જ હતી. ટૉલ્સ્ટૉય આશ્રમમાં પ્રથમથી જ રિવાજ પાડ્યો હતો કે, જ ે કામ અમે શિક્ષકો ન કરીએ તે બાળકોની પાસે ન કરાવવું, ને હં મેશાં તેમની સાથે સાથે એ જ કામ કરનાર એક શિક્ષક હોય. એટલે બાળકો હોંશથી શીખ્યાં. ચારિત્ર અને અક્ષરજ્ઞાનને વિશે હવે પછી.

[ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


અ�રકે ળવણી

ગયા પ્રકરણમાં શારીરિક કેળવણી અને તેને અંગે કંઈક હાથકારીગરી શીખવવાનું કામ ટૉલ્સ્ટૉય આશ્રમમાં કેવી રીતે આરં ભ્યું એ આપણે કેટલેક અંશે જોઈ ગયા. જોકે આ કામ મને સંતોષ થાય તેવી રીતે તો નહોતો જ કરી શક્યો, છતાં તેમાં ઓછીવત્તી સફળતા મળી હતી. પણ અક્ષરજ્ઞાન આપવું કઠિન લાગ્યું. મારી પાસે તેને પહોંચી વળવાની સામગ્રી નહોતી. મને પોતાને હં ુ ઇચ્છું તેટલો વખત નહોતો, તેટલી આવડત નહોતી. આખા દહાડાનાં શારીરિક કામ કરતાં હં ુ થાકી જતો, ને જ ે વખતે જરા આરામ લેવાની ઇચ્છા થાય તે જ વખતે વર્ગ લેવાનો રહે તો. તેથી હં ુ તાજો હોવાને બદલે બળાત્કારે જાગ્રત રહી શકતો હતો. સવારનો વખત ખેતી અને ઘરકામમાં જતો, એટલે બપોરના જમ્યા પછી તુરત નિશાળ ચાલતી. આ સિવાય બીજો કોઈ પણ વખત અનુકૂળ નહોતો. અક્ષરજ્ઞાનને સારુ વધારે માં વધારે ત્રણ કલાક રાખ્યા હતા. વળી વર્ગમાં હિં દી, તામિલ, ગુજરાતી અને ઉર્દૂ શીખવવાનાં રહે તાં. શિક્ષણ પ્રત્યેક બાળકને તેની માતૃભાષા મારફતે જ આપવાનો આગ્રહ હતો. અંગ્રેજી પણ બધાને શીખવવામાં આવતું જ. ઉપરાંત ગુજરાતી હિં દુ બાળકોને કંઈક સંસ્કૃતનો અને સૌને

૧૯૧૦માં હર્મન કૅ લનબૅક અને ગાંધીજી ટૉલ્સ્ટૉય

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

કંઈક હિં દીનો પરિચય કરાવવો, ઇતિહાસ, ભૂગોળ અને અંકગણિત બધાને શીખવવું, આટલો ક્રમ હતો. તામિલ અને ઉર્દૂ શિક્ષણ આપવાનું મારી પાસે હતું. મારું તામિલ જ્ઞાન તે સ્ટીમરોમાં ને જ ેલમાં મેળવેલું. તેમાં પણ પોપકૃ ત ઉત્તમ ‘તામિલસ્વયંશિક્ષક’થી આગળ હં ુ​ુ વધી શક્યો નહોતો. ઉર્દૂ લિપિનું જ્ઞાન સ્ટીમરમાં મેળવેલું તે જ; ને ખાસ ફારસી અરબી શબ્દોનું જ્ઞાન જ ેટલું મુસલમાન મિત્રોના પરિચયથી મેળવી શકેલો તેટલું! સંસ્કૃત જ ે હાઈસ્કૂલમાં શીખેલો તે જ. ગુજરાતી પણ નિશાળિયું જ. આટલી પૂંજીથી મારે કામ લેવાનું હતું. ને તેમાં મદદગાર તે મારા કરતાંયે ઓછુ ં જાણનારા. પણ દેશની ભાષાઓનો મારો પ્રેમ, મારી શિક્ષણશક્તિ ઉપરની મારી શ્રદ્ધા, વિદ્યાર્થીઓનું અજ્ઞાન અને તેથી પણ વધી જતી તેમની ઉદારતા મને મારા કામમાં મદદગાર નીવડ્યાં. તામિલ વિદ્યાર્થીઓ દક્ષિણ આફ્રિકામાં જ જન્મેલા, તેથી તામિલ બહુ ઓછુ ં જાણતા. તેમને લિપિ તો મુદ્દલ ન આવડે. એટલે મારે તેમને લિપિ શીખવવાનું ને વ્યાકરણનાં મૂળતત્ત્વો શીખવવાનું હતું. તે સહે લું હતું. વિદ્યાર્થીઓ જાણતા કે તામિલ વાતચીતમાં તો તેઓ મને સહે જ ે હરાવે, અને તામિલ જાણનારા જ મને મળવા આવે ત્યારે તેઓ મારા દુભાષિયા થાય. મારું ગાડુ ં ચાલ્યું, કેમ કે વિદ્યાર્થીઓ પાસે મારું અજ્ઞાન ઢાંકવાનો મેં કદી પ્રયત્ન જ ન કર્યો. બધી બાબતમાં જ ેવો હં ુ હતો તેવો જ તેઓ મને જાણતા થયા હતા. આથી અક્ષરજ્ઞાનની ગાઢ ન્યૂનતા છતાં મેં તેમના પ્રેમ ને આદર કદી ન ગુમાવ્યા. આશ્રમમાં 65


દરેક બાળકને ઘણાં પુસ્તકો અપાવવાની મેં જરૂર નહોતી જોઈ. વિદ્યાર્થીનું પાઠ્યપુસ્તક શિ�ક જ

હોય એમ મને લાગ્યું છે. શિ�કોએ પુસ્તકોમાંથી

શીખવેલું એવું થોડું જ મને યાદ છે. જેઓએ પોતાને મુખેથી શીખવેલું તેનું સ્મરણ આજે પણ

રહી ગયું છે. બાળકો આંખેથી ગ્રહણ કરે છે તેના કરતાં કાનેથી સાંભળેલું ઓછા પરિશ્રમથી ને ઘણું વધારે ગ્રહણ કરી શકે છે. બાળકોની પાસે હું

એક પણ પુસ્તક પૂરું વંચાવી ગયો હોઉં એવું મને યાદ નથી

મુસલમાન બાળકોને ઉર્દૂ શીખવવાનું પ્રમાણમાં વધારે સહે લું હતું. તેઓ લિપિ જાણતાં. તેમનામાં વાચનનો શોખ વધારવાનું ને તેમનાં અક્ષર સુધારવાનું જ મારું કામ હતું. મુખ્યપણે આ બાળકો બધાં નિરક્ષર અને નિશાળમાં ન ભણેલાં હતાં. શીખવતાં શીખવતાં મેં જોયું કે મારે તેમને શીખવવાનું ઓછુ ં જ હતું. તેમનું આળસ મુકાવવાનું, તેમને પોતાની મેળે વાંચતા કરવાનું, તેમના અભ્યાસની ચોકી રાખવાનું જ વધારે હતું. આટલેથી સંતોષ પામતો તેથી જ જુ દી જુ દી ઉંમરના જુ દા જુ દા વિષયોવાળા વિદ્યાર્થીઓને

એક જ કોટડીમાં બેસાડી કામ લઈ શકતો હતો. પાઠ્યપુસ્તકોની જ ે બૂમ વખતોવખત સાંભળવામાં આવે છે તેની મને કદી ગરજ લાગી નહોતી. જ ે પુસ્તકો હતાં તેમનો પણ બહુ ઉપયોગ કર્યાનું મને યાદ નથી. દરે ક બાળકને ઘણાં પુસ્તકો અપાવવાની મેં જરૂર નહોતી જોઈ. વિદ્યાર્થીનું પાઠ્યપુસ્તક શિક્ષક જ હોય એમ મને લાગ્યું છે. શિક્ષકોએ પુસ્તકોમાંથી શીખવેલું એવું થોડુ ં જ મને યાદ છે. જ ેઓએ પોતાને મુખેથી શીખવેલું તેનું સ્મરણ આજ ે પણ રહી ગયું છે. બાળકો આંખેથી ગ્રહણ કરે છે તેના કરતાં કાનેથી સાંભળેલું ઓછા પરિશ્રમથી ને ઘણું વધારે ગ્રહણ કરી શકે છે. બાળકોની પાસે હં ુ એક પણ પુસ્તક પૂરું વંચાવી ગયો હોઉં એવું મને યાદ નથી. પણ ઘણાં પુસ્તકોમાંનું મેં જ ે પચાવ્યું હતું તે તેમને મારી ભાષામાં કહી ગયો, તે તેમને આજ ે પણ યાદ હશે એમ હં ુ માનું છુ .ં વંચાવેલું યાદ રાખવામાં તેમને ક્લેશ થતો, મેં સંભળાવેલું તેઓ તે જ ક્ષણે મને ફરી સંભળાવી જતાં. વાંચવામાં તેમને કંટાળો આવતો. સાંભળવામાં, જ્યારે હં ુ પોતે થાકને લીધે કે બીજા કારણસર મંદ અને નીરસ ન હોઉં ત્યારે , તેઓ રસ લેતાં ને સાંભળતાં. તેમને પ્રશ્નો ઊઠતા તેનો ઉકેલ કરવામાં મને તેમની ગ્રહણશક્તિનું માપ આવી જતું.

આત્મિક કે ળવણી

વિદ્યાર્થીઓનાં શરીર અને મનને કેળવવા કરતાં આત્માને કેળવવામાં મને બહુ પરિશ્રમ પડ્યો. આત્માને વિકસાવવામાં મેં ધર્મનાં પુસ્તકો ઉપર ઓછો આધાર રાખ્યો હતો. તે તે વિદ્યાર્થીઓએ પોતપોતાના ધર્મનાં મૂળતત્ત્વો જાણવાં જોઈએ, પોતપોતાનાં ધર્મપુસ્તકોનું સામાન્ય જ્ઞાન તેમને હોવું જોઈએ, એમ હં ુ માનતો, તેથી તેમને તેનું જ્ઞાન મળે એવી યથાશક્તિ સગવડ મેં કરી હતી. પણ તેને 66

હં ુ બુદ્ધિની કેળવણીનું અંગ ગણું છુ .ં આત્માની કેળવણી એક નોખો જ વિભાગ છે એમ મેં ટૉલ્સ્ટૉય આશ્રમનાં બાળકોને શીખવવા માંડ્યું તેની પૂર્વે જ જોઈ લીધું હતું. આત્માનો વિકાસ કરવો એટલે ચારિત્ર ઘડવું, ઈશ્વરનું જ્ઞાન મેળવવું, આત્મજ્ઞાન મેળવવું. આ જ્ઞાન મેળવવામાં બાળકોને મદદ ઘણી જ જોઈએ, ને તેના વિનાનું બીજુ ં જ્ઞાન વ્યર્થ છે, હાનિકારક પણ હોય એમ હં ુ માનતો. [ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


આત્મજ્ઞાન ચોથા આશ્રમમાં મળે એવો વહે મ સાંભળ્યો છે. પણ જ ેઓ ચોથા આશ્રમ લગી આ અમૂલ્ય વસ્તુને મુલતવી રાખે છે તેઓ આત્મજ્ઞાન નથી પામતા, પણ બુઢાપો અને બીજુ ં પણ દયાજનક બચપણ પામી પૃથ્વી પર બોજારૂપે જીવે છે, એવો સાર્વત્રિક અનુભવ જોવામાં આવે છે. આ વિચારો હં ુ આ ભાષામાં ૧૯૧૧-૧૨ની સાલમાં કદાચ ન મૂકત, પણ આવી જાતના વિચારો હં ુ તે કાળે ધરાવતો હતો એનું મને પૂરું સ્મરણ છે. આત્મિક કેળવણી કેમ અપાય? બાળકોને ભજન ગવડાવતો, નીતિનાં પુસ્તકો વાંચી સંભળાવતો, પણ તેથી સંતોષ નહોતો પામતો. જ ેમ જ ેમ તેમના પ્રસંગમાં આવતો ગયો તેમ તેમ મેં જોયું કે આ જ્ઞાન પુસ્તકો વડે તો નહીં જ અપાય. શરીરની કેળવણી શરીરની કસરતથી અપાય, બુદ્ધિની બુદ્ધિની કસરતથી, તેમ આત્માની આત્માની કસરતથી. આત્માની કસરત શિક્ષકના વર્તનથી જ પામી શકાય. એટલે યુવકોની હાજરી હો યા ન હો, તેમ છતાં શિક્ષકે સાવધાન રહે વું જોઈએ. લંકામાં બેઠલ ે ો શિક્ષક પોતાના વર્તનથી પોતાના શિષ્યોના આત્માને હલાવી શકે છે. હં ુ જૂ ઠુ ં બોલું ને મારા શિષ્યોને સાચા બનાવવાનો પ્રયત્ન કરું તે ફોગટ જાય. ડરપોક શિક્ષક શિષ્યોને વીરતા નહીં શીખવી શકે. વ્યભિચારી શિક્ષક શિષ્યોને સંયમ કેમ શીખવે? મેં જોયું કે મારે મારી પાસે રહે લાં યુવકો અને યુવતીઓની સમક્ષ પદાર્થપાઠરૂપે થઈને રહે વું રહ્યું. આથી મારા શિષ્યો મારા શિક્ષક બન્યા. મારે અર્થે નહીં તો તેમને અર્થે મારે સારા થવું ને રહે વું જોઈએ એમ હં ુ સમજ્યો, ને ટૉલ્સ્ટૉય આશ્રમનો મારો ઘણોખરો સંયમ આ યુવકો અને યુવતીઓને આભારી છે એમ કહે વાય. આશ્રમમાં એક યુવક બહુ તોફાન કરે , જૂ ઠુ ં બોલે, કોઈને ગણકારે નહીં, બીજાઓની સાથે લડે. એક नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

દહાડો તેણે બહુ જ તોફાન કર્યું. હં ુ ગભરાયો. વિદ્યાર્થીઓને કદી દંડ ન દેતો. આ વખતે મને બહુ ક્રોધ ચડ્યો. હં ુ તેની પાસે ગયો. તેને સમજાવતાં તે કેમે સમજ ે નહીં. મને છેતરવાનો પણ તેણે પ્રયત્ન કર્યો. મેં મારી પાસે પડેલી આંકણી ઉપાડી ને તેની બાંય ઉપર દીધી. દેતાં હં ુ ધ્રૂજી રહ્યો હતો. આ તે જોઈ ગયો હશે. આવો અનુભવ કોઈ વિદ્યાર્થીને મારી તરફથી પૂર્વે કદી નહોતો થયો. વિદ્યાર્થી રડી પડ્યો. મારી પાસે માફી માગી. તેને લાકડી વાગી ને દુઃખ થયું તેથી તે નહોતો રડ્યો. તે સામે થવા ધારે તો મને પહોંચી વળે એટલી શક્તિ ધરાવતો હતો. તેની ઉંમર સત્તર વર્ષની હશે. બાંધે મજબૂત હતો. પણ મારી આંકણીમાં તે મારું દુઃખ જોઈ ગયો. આ બનાવ પછી તે કદી મારી સામે નહોતો થયો. પણ મને તે આંકણી મારવાનો પશ્ચાત્તાપ આજ લગી રહ્યો છે. મને ભય છે કે મેં તેને મારીને મારા આત્માનું નહીં પણ મારી પશુતાનું દર્શન કરાવ્યું હતું. બાળકોને માર મારીને શીખવવાની સામે હં ુ હં મેશાં રહ્યો છુ .ં એક જ પ્રસંગ મને યાદ છે કે જ્યારે મેં મારા દીકરાઓમાંથી એકને માર્યો હતો. આંકણી મારવામાં મેં યોગ્ય કર્યું કે કેમ તેનો નિર્ણય આજ લગી હં ુ કરી નથી શક્યો. આ દંડની યોગ્યતાને વિશે મને શંકા છે, કેમ કે તેમાં ક્રોધ ભર્યો હતો અને દંડ કરવાનો ભાવ હતો. જો તેમાં કેવળ મારા દુઃખનું જ પ્રદર્શન હોત તો હં ુ એ દંડને યોગ્ય ગણત. પણ આમાં રહે લી ભાવના મિશ્ર હતી. આ પ્રસંગ પછી તો હં ુ વિદ્યાર્થીઓને સુધારવાની વધારે સારી રીત શીખ્યો. એ કળાનો ઉપયોગ મેં મજકૂ ર પ્રસંગે કર્યો હોત તો કેવું પરિણામ આવત એ હં ુ નથી કહી શકતો. આ પ્રસંગ પેલો યુવક તો તુરત ભૂલી ગયો. તેનામાં બહુ સુધારો થયો એમ હં ુ કહી શકતો નથી. પણ એ પ્રસંગે મને વિદ્યાર્થી પ્રત્યેના શિક્ષકના ધર્મને વધારે વિચારતો કરી મૂક્યો. ત્યાર 67


બાદ એવા જ દોષ યુવકોના થયા, પણ મેં દંડનીતિ ન જ વાપરી. આમ આત્મિક જ્ઞાન આપવાના

પ્રયત્નમાં હં ુ પોતે આત્માના ગુણને વધારે સમજવા લાગ્યો.

સારાનરસાનું મિશ્રણ

ટૉલ્સ્ટૉય આશ્રમમાં મારી સામે એક પ્રશ્ન મિ. કૅ લનબૅકે ઊભો કર્યો. તેમણે ઉપાડ્યો તે પહે લાં મેં તેનો વિચાર નહોતો કર્યો. આશ્રમમાં કેટલાક છોકરાઓ બહુ તોફાની અને નઠારા હતા. કોઈક રખડુ હતા. તેમની જ સાથે મારા ત્રણ દીકરાઓ હતા. બીજાં પણ તેવી રીતે ઊછરે લાં બાળકો હતાં. પણ મિ. કૅ લનબૅકનું ધ્યાન તો પેલા રખડુ જુ વાનિયાઓ અને મારા દીકરાઓ ભેળા કેમ રહી શકે એ તરફ જ હતું. એક દિવસે તે બોલી ઊઠ્યાૹ ‘તમારી આ રીત મને જરાય ગળે નથી ઊતરતી. આ છોકરાઓની સાથે તમારા છોકરાઓને ભેળવો એનું પરિણામ તો એક જ આવેૹ તેમને આ રખડુ છોકરાઓનો પાસ લાગે ને તેઓ બગડ્યા વિના કેમ રહે ?’ હં ુ ઘડીભર વિમાસણમાં પડ્યો કે નહીં એ તો મને અત્યારે યાદ નથી આવતું, પણ મારો જવાબ મને યાદ છે. મેં કહે લુંૹ ‘મારા છોકરાઓ અને રખડુ છોકરાઓની વચ્ચે હં ુ ભેદ કેમ કરી શકું? અત્યારે બંનેને સારુ હં ુ સરખો જવાબદાર છુ .ં આ જુ વાનિયાઓ મારા નોતર્યા આવ્યા છે. જો હં ુ તેમને પૈસા આપું તો તેઓ તો આજ ે જ જોહાનિસબર્ગમાં જઈ રહે તા હતા તેમ પાછા રહે . અહીં આવવામાં તેમણે મારા ઉપર કંઈક મહે રબાની કરી છે એમ પણ તેઓ તેમ જ તેમના વડીલો માનતા હોય તો નવાઈ નહીં. અહીં આવવાથી તેઓ અગવડ ભોગવે છે એ તો તમે ને હં ુ બંને જોઈએ છીએ. પણ મારો ધર્મ સ્પષ્ટ છે. મારે તેમને અહીં જ રાખવા જોઈએ. એટલે મારા છોકરા પણ તેમની સાથે જ રહે . વળી

શું હં ુ આજથી મારા છોકરાને તેઓ બીજા કેટલાકના કરતાં ઊંચા છે એવો ભેદભાવ શીખવું? એવો વિચાર તેમના મગજમાં રે ડવો એ જ તેમને આડે રસ્તે દોરવા જ ેવું છે. આ સ્થિતિમાં રહે વાથી તેઓ ઘડાશે, સારાસારની પરીક્ષા પોતાની મેળે કરતા થઈ જશે. આપણે એમ કેમ ન માનીએ કે તેમનામાં જો ખરે ખર કાંઈ ગુણ હશે તો ઊલટો તેનો જ ચેપ તેમના સાથીઓને લાગશે? ગમે તેમ હોય, પણ મારે તો તેમને અહીં રાખ્યે જ છૂટકો છે. ને જો તેમ કરવામાં કંઈ જોખમ હોય જ તો તે ખેડવું રહ્યું.’ મિ. કૅ લનબૅકે માથું ધુણાવ્યું. પ્રયોગનું પરિણામ ખરાબ આવ્યું એમ ન કહી શકાય. મારા દીકરાઓને તેથી કંઈ નુકસાન થયું એમ હં ુ નથી માનતો. લાભ થયો એ હં ુ જોઈ શક્યો. તેમનામાં મોટાઈનો કંઈ અંશ રહ્યો હોય તો તે સર્વથા ગયો. તેઓ બધાની સાથે ભળતાં શીખ્યા. તેઓ તવાયા. આ અને આવા અનુભવો પરથી મને એમ લાગ્યું છે કે, માબાપોની દેખરે ખ બરોબર હોય તો પોતાનાં સારાંનઠારાં છોકરાં સાથે રહે ને ભણે તેથી સારાને કશી હાનિ નથી. પોતાનાં છોકરાંને તિજોરીમાં પૂરી રાખવાથી તે શુદ્ધ જ રહે છે અને બહાર કાઢ્યાથી અભડાય છે એવો કોઈ નિયમ તો નથી જ. હા, આટલું ખરું છે કે, જ્યાં અનેક પ્રકારનાં બાળકો તેમ જ બાળાઓ સાથે રહે તાં ભણતાં હોય ત્યાં માબાપની અને શિક્ષકની કસોટી થાય છે, તેમને સાવધાન રહે વું પડે છે. 

68

[ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ અમદાવાદ મિલમજૂ ર સત્યાગ્રહ જાણે ‘એક ધર્મયુદ્ધ’ હોય તેમ તેનાં મંડાણ થાય છે. ચંપારણની ભૂમિ પર શરૂ થયેલા રચનાત્મક કાર્યને થોડા દિવસ માટે મૂકીને ગાંધીજી અમદાવાદ આવી પહોંચે છે; ત્યારે તેઓ ખેડાના ખેડૂતોના મહે સૂલ અને અમદાવાદ મિલમજૂ રોનાં વેતન સંબંધિત પ્રશ્નો વિશે સમાંતરે મસલત કરે છે. જોકે, પ્રથમ કાર્ય મિલમજૂ રોનું ઉપાડવાનું થાય છે. મિલમજૂ રોની બંધ થઈ રહે લાં પ્લેગ બૉનસના અવેજમાં વેતનમાં ૫૦ ટકા મોંઘવારીભથ્થાની માંગણી હતી, અને તેને અનુલક્ષીને આ માસના ત્રીજા અઠવાડિયામાં ગાંધીજી પ્રથમ વાર મજૂ રોની સભાને સંબોધે છે. મજૂ રોના પગારના દરોનો અભ્યાસ કર્યા બાદ ૩૫ ટકા વધારો ઠરાવીને મિલમાલિકોને રજૂ આત થાય છે. સામે પક્ષ મિલમાલિકો ‘લોકઆઉટ’ જાહે ર કરે છે. આ સાથે શરૂ થાય છે સત્યાગ્રહ અને મજૂ રોને લડતની તાલીમ આપવાની કવાયત. આ દિવસોમાં હડતાળિયા મજૂ રો દરરોજ સાંજ ે સાબરમતીના કિનારે , બાવળના ઝાડ નીચે એકઠા થતા અને ગાંધીજી એમની સમક્ષ ભાષણ કરતા. મહાદેવભાઈના શબ્દોમાં કહીએ તો, “આ બાવળના ઝાડ તળે જ ે અદ્ભુત ઐતિહાસિક દૃશ્યો પ્રગટ થયાં છે તેની તે વેળા હાજર રહે નાર સિવાય બીજાને બહુ થોડી જાણ છે.” (ગાં.અૹ ૧૪, ૧૮૭)

મિલમજૂ ર સત્યાગ્રહનાં મંડાણ સાથે આ માસમાં ગાંધીજી ખેડાની પરિસ્થિતિ અંગે મુંબઈમાં એક ભાષણ કરે છે. ખેડાની પરિસ્થિતિ અંગે ગવર્નરને અને પ્રતિનિધિમંડળના સભ્યો સાથે પણ તેઓ ચર્ચા કરે છે. નડિયાદ જાતે જ જઈને સાથી કાર્યકરો સાથે સંખ્યાબંધ ગામોમાં પાકની સ્થિતિને તપાસીને એક જ અઠવાડિયામાં ૪૨૫ ગામોના અહે વાલ તૈયાર કરે છે. આમ, આ માસમાં ગાંધીજી અમદાવાદ અને ખેડાની સંજોગ સ્થિતિ મુજબ મુલાકાત લે છે અને માસના અંતે અમદાવાદમાં મિલમજૂ ર સત્યાગ્રહ આરં ભાય છે. ૧૯૧૮—ફે બ્રુઆરી ૧થી ૨ રસ્તામાં. ૩ મુંબઈ. ૪ મુબ ં ઈૹ વેપારીઓ સમક્ષ ખેડાના ખેડૂતોની સ્થિતિ વિશે ભાષણ; સ્થળ મૂળજી જ ેઠા મારકીટ, પ્રમુખ જમનાદાસ દ્વારકાદાસ.  લોકમાન્ય ટિળકના માનમાં યોજાયેલી સભામાં હાજર; પ્રમુખ શેઠ મોરારજી ગોકળદાસ. ૫ મુંબઈૹ ખેડાની પરિસ્થિતિ અંગે, ગવર્નરને, પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે મળ્યા અને ચર્ચા કરી.  ગવર્નર તરફથી સંતોષકારક જવાબ ન મળ્યો એથી એમને પત્ર લખ્યો. ૬ અમદાવાદ. ૭ અમદાવાદૹ ખેડાની સ્થિતિ અંગે કમિશનરને

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૮]

પત્ર લખ્યો. ૮થી ૧૦ અમદાવાદ. ૧૧ અમદાવાદૹ મિલમજૂ રોેની હડતાળ અંગે ચર્ચા કરવા માટે, કલેક્ટરને મળવા માટેનો પત્ર મળ્યો. ૧૨ અમદાવાદૹ એ અંગે કલેક્ટર સાથે ચર્ચા કરી.  કમિશનર અને કલેક્ટર સાથે ખેડાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. ૧૩ અમદાવાદૹ એ અંગે એમની સાથે ફરી ચર્ચા કરી. ૧૪ અમદાવાદ. ૧૫ અમદાવાદૹ ગુજરાત સભાની કારોબારીની બેઠકમાં પ્રમુખપદે.  કમિશનરને ખેડાની

69


પરિસ્થિતિ અંગે પત્ર લખ્યો. ૧૬ અમદાવાદ  નડિયાદૹ ખેડા જિલ્લાની પરિસ્થિતિ અંગે જાત તપાસ માટે ગોકળદાસ કહાનદાસ પારે ખ તથા વિઠ્ઠલભાઈ પટેલ સાથે ગયા.  ઉતારો હિં દુ અનાથાશ્રમમાં. ૧૭ નડિયાદ  વડથલ. ૧૮ નડિયાદ  કઠલાલૹ સભામાં ભાષણ; સત્યાગ્રહ કરવાનો આદેશ આપ્યો.  નડિયાદૹ દસ કલાક ઘોડા ઉપર મુસાફરી કરીને આવ્યા. ૧૯ નડિયાદ  કઠલાલ. ૨૦ નડિયાદૹ કલેક્ટરના ચિટનીસે ગાંધીજીની મુલાકાત લીધી. ૨૧ નડિયાદૹ ખેડા જિલ્લાની પરિસ્થિતિ અંગે કલેક્ટરની મુલાકાત લીધી.  સુમતિરત્નસૂરી

પુસ્તકાલયની મુલાકાત.  નાયકા  નવાગામ.  નડિયાદ. ૨૨ નડિયાદ  આણંદ  લાંભવેલ. ૨૩ નડિયાદ અને ઉતરસંડા. ૨૪ નડિયાદ. ૨૫ નડિયાદૹ અનાથાશ્રમની વિઝિટ બુકમાં નોંધ.  અમદાવાદૹ મિલમજૂ રોના પગાર અંગે મિલમાલિક મંડળ પાસેથી માહિતી માગી. ૨૬ અમદાવાદૹ મિલમજૂ રો સમક્ષ ભાષણ.  ખેડાના કલેક્ટરને પત્ર લખી જાત તપાસનાં પરિણામોની માહિતી આપી. ૨૭ અમદાવાદૹ મિલમજૂ રો સમક્ષ ભાષણ.  ખેડાની પરિસ્થિતિ અંગે કમિશનરની મુલાકાત. ૨૮ અમદાવાદૹ મિલમજૂ રો સમક્ષ ભાષણ.

‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… લવાજમ માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. 

તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત 70

વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવામોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે.

[ ફેબ્રુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


“જીવનનું ઉત્થાન જ્યારે મંદ પડે છે ત્યારે માણસના હૈ યામાં અજ્ઞાતની બીક પેસી જાય છે. જો જીવનમાં યૌવનપૂર્ણ પ્રાણ હોય તો એ જ અજ્ઞાતનું આમંત્રણ ટાળ્યું ટળાતું નથી. અજ્ઞાત પાછળ દોડવું, એનો અનુભવ કરવો, એના પર વિજય મેળવી એને જ્ઞાત બનાવવું, એ જ જીવનનો મોટામાં મોટો આનંદ અને સારામાં સારો પૌષ્ટિક ખોરાક છે. વૈજ્ઞાનિક પ્રયોગો કરીને અજ્ઞાત ઉપર એક જાતનો વિજય મેળવાય છે જ્યારે પ્રવાસ કરીને બીજી જાતનો.”

૭૧

કાકાસાહે બ લિખિત હિમાલયનો પ્રવાસમાંથી [ફોર કલર ટાઇટલ, સાઇઝ 5X7, પેપરબૅક બાઇન્ડિંગ, પાનાં 26 + 286, રૂ. 100]


જે. સી. કુમારપ્પાના શબ્દોમાં આમજનતાનું સ્વરાજ . . .

૭૨


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.