વર્ષૹ ૦૫ અંકૹ ૧૨ સળંગ અંકૹ ૫૬ • ડિસેમ્બર ૨૦૧૭
છૂટક કિંમત ઃ _ 15
ગાંધીજી અને મહાદેવભાઈ, સેવાગ્રામ-વર્ધા શારીરિકશક્તિ, સહનશક્તિ, બુદ્ધિશક્તિ, હૃદયશક્તિ અને આત્મશક્તિ બધી જ એમણે પૂર્ણ નિષ્ઠાથી ગાંધીજીને ચરણે અર્પણ કરી. એમણે જો ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો તો તે ગાંધીજીમાં જ કર્યો.
— કાકાસાહે બ કાલેલકર, મહાદેવભાઈ વિશે
વર્ષૹ ૦૫ અંકૹ ૧૨ સળંગ અંકૹ ૫૬ • ડિસેમ્બર ૨૦૧૭ છૂ ટક કિંમત ઃ _ 15
તંત્રી
વિવેક દેસાઈ સંપાદક
૧. મહાદેવ દેસાઈ: ગાંધીજીના ગણેશ અને હનુમાન. . . . . . . ચી. ના. પટેલ. . . ૪૨૭ મહાદેવભાઈએ નરહરિ પરીખને લખેલો પત્ર. . . . . . . . . . . . . . . . .. . .૪૩૧
કિરણ કાપુરે
૨. અખંડ સાધનાનો નમૂનો . . . . . . . . . . . . . . . . . બનારસીદાસ ચતુર્વેદી. . . ૪૩૪
પરામર્શક
૩. ‘અહિં સા પરમો ધર્મઃ’—સત્ય કે ધૂન?. . . . . . . . . . . . લાલા લજપતરાય. . . ૪૩૬
કપિલ રાવલ
૪. અહિં સા વિશે લાલા લજપતરાયને જવાબ . . . . . . . . . . . મો. ક. ગાંધી. . . ૪૪૦
સાજસજ્જા
૫. વિનોબા વિશે વિનોબા. . . . . . . . . . . . . . . . . . . . . . . . વિનોબા ભાવે. . . ૪૪૪
અપૂર્વ આશર ભાષાશુદ્ધિ
અશોક પંડ્યા આવરણ ૧ શુક્રતારક સમાૹ મહાદેવભાઈ પુસ્તકના પવિત્ર આહૂતિ લેખમાંથી આવરણ ૪
૬. ગાંધી દૃષ્ટિૹ કસરત. . . . . . . . . . . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી. . . ૪૪૯ ૭. પુનઃ પુસ્તક-પરિચયૹ The Spiritual Basis of Satyagraha . . . . . . . પ્રેમ આનંદ મિશ્રા. . . ૪૫૩ The Power of Non-Violence. . . . . . . . . . . . ચિત્તરં જન વોરા. . . ૪૫૪ ૮. ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૪૫૬
આપણા સરદાર [હરિજનબંધુ ૨૩-૧૨-૧૯૫૦]
‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને. . . . . . . . . . . . . .. . .૪૫૮
વાર્ષિક લવાજમ ઃ
લવાજમ અંગે
_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)
લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ • ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨
e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.
કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (6–17)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 6 એ જૂ ન મહિનો અને 17 એ 2017નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.
સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે. સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [ ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.
૪૨૬
મહાદેવ દેસાઈ: ગાંધીજીના ગણેશ અને હનુમાન ચી. ના. પટેલ ‘આ છેલ્લા ત્રણ દિવસોમાં તમારું ઝવેર મેં જોઈ લીધું છે. આ બે વર્ષ થયાં, હં ુ જ ેવા જુ વાનની શોધમાં ફરતો હતો તે મને મળી રહ્યો છે. તમે માનશો? જ ેને મારું કામકાજ કોઈ દહાડો સોંપી દઈ, હં ુ નિરાંતે બેસું, જ ેને હં ુ સુખે લટકી પડી શકું એવો માણસ મારે જોઈતો હતો. અને તે તમે મને મળી ગયા છો. હોમરૂલ લીગ, જમનાદાસ વગેરે બધું મૂકી દઈને મારી પાસે જ આવવાની તમારે તૈયારી કરવાની છે.’ (૨, સપ્ટેમ્બર, ૧૯૧૭ના રોજ મહાદેવભાઈએ નરહરિ પરીખને લખેલ પત્રના અંશ. સંપૂર્ણ પત્ર પાના નં ૪૩૧ પર) ૩૧ ઑગસ્ટ, ૧૯૧૭ ના રોજ ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈને પોતાની સાથે જોડાવાનું આ પ્રકારે આહ્વાન કર્યું. જોકે આ આહ્વાન સમા વાર્તાલાપને અંતે ગાંધીજીએ મહાદેવભાઈને એક વર્ષ—છ માસ ખેલી લેવાની એટલે કે જિંદગીને જાણી લેવાની સલાહ આપેલી. પરં તુ બાપુનાં ચરણોમાં જીવનને સમર્પિત કરવાની પાછલા દોઢ-બે વર્ષથી રાહ જોતા મહાદેવભાઈ બાપુના આહ્વાન કર્યાના બે માસ(૭ નવેમ્બર, ૧૯૧૭)માં જ સજોડે ગાંધીજી સાથે જોડાઈ ગયા. અને આ જોડાણ ન ભૂતો ન ભવિષ્ય કહી શકીએ તેવું ઐતિહાસિક બની રહ્યું. આ જોડાણને કારણે ગાંધીજીને તેઓ ઇચ્છતા હતા તેવા સચિવ સાંપડ્યા અને આપણને ઐતિહાસિક રીતે મૂલ્યવાન મહાદેવભાઈની ડાયરીઓ સાંપડી. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ પુસ્તકની પ્રસ્તાવનામાં ગાંધીવિચારના પ્રખર અભ્યાસી ચી. ના. પટેલે મહાદેવભાઈની આ ૨૫ વર્ષની સમર્પણકથા અંગે લખ્યું છે. સમર્પણની શતાબ્દી નિમિત્તે તે પ્રસ્તાવનાના સંકલિત અંશો. ૧૯૧૮ • ૨૦૦૪
ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે મહાદેવભાઈએ જ ે રહસ્યમંત્રી અને ભક્ત-સેવક એવા મહાદેવભાઈમાં
અને જ ેવી રીતે એમની અને દેશની સેવા કરી તેનું પૂરું મહત્ત્વ આપણામાંના ઘણાને કલ્પનામાં પણ આવી શકે એમ નથી. તેઓ પોતાને ગાંધીજીના ‘પીર, બબરચી, ભિસ્તી, ખર’ તરીકે ઓળખાવતા અને કોક વાર પોતાને ગાંધીજીના ‘હમાલ’ પણ ગણાવતા ગાંધીજીના અંતેવાસી થવું એ જ્વાળામુખીના મોં પર રહે વા જ ેવું દુષ્કર કામ હતું એમ મહાદેવભાઈ વારં વાર કહે તા… રાવણની આજ્ઞાથી રાક્ષસોએ હનુમાનની પૂંછ સળગાવી ત્યારે રામ અને સીતાની કૃ પાથી તેમને અગ્નિનો જરાય સ્પર્શ નહોતો થયો તેમ મહાદેવભાઈને પણ ગાંધીજીના ઇષ્ટદેવ રામની કૃ પાથી એ જ્વાળામુખીના અગ્નિનો સ્પર્શ નહોતો થયો અને જીવનના અંત સુધી એમના સ્વભાવની પ્રસન્નતા અખંડિત રહી હતી. આનું કારણ એ હતું કે રામ અને સીતા તથા તેમના સેવક હનુમાનમાં જ ેમ કોઈક અલૌકિક તત્ત્વ હતું તેમ ગાંધીજી અને તેમના नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
પણ હતું. મહાદેવભાઈના વ્યક્તિત્વના એ અલૌકિક તત્ત્વને બિરદાવતાં ગાંધીજીએ યોગ્ય રીતે જ મહાદેવભાઈના જીવનને ‘ભક્તિનું અખંડ કાવ્ય’ કહ્યું હતું. મહાદેવભાઈના જીવનના એ કાવ્યત્વને સમજવા આપણે ગાંધીજીના જીવનનું કાવ્યત્વ સમજવું જોઈએ. ગાંધીજીએ ભારતને સ્વરાજ અપાવ્યું તેનું ગૌરવ કરી આપણે તેમને ‘રાષ્ટ્રપિતા’ તરીકે અોળખાવ્યા છે. ગાંધીજીનો એ પુરુષાર્થ કોઈ મહાકાવ્ય જ ેવો હતો. જ ેમ ગણેશે મહર્ષિ વ્યાસનાં વચન અક્ષરબદ્ધ કર્યાં તેમ મહાદેવભાઈએ અર્વાચીન યુગના ઋષિ-દૃષ્ટા જ ેવા ગાંધીજીનાં અસંખ્ય પત્રો, સંવાદો, વાર્તાલાપો અને ભાષણોને એમની ચિત્રાત્મક શૈલીમાં એવી રીતે અક્ષરબદ્ધ કર્યાં છે કે વાચક એ બધા પ્રસંગોનો પોતે સાક્ષી હોય એવો અનુભવ કરે છે. આ વાત કોઈને અતિશયોક્તિ જ ેવી લાગશે 427
હાથે અગ્નિદાહ પામવા સદ્ભાગી બન્યા. પોતાની આત્મસમર્પણ ભાવના સમજાવતાં મહાદેવભાઈએ લખ્યું હતુંૹ “હનુમાન જ ેવાને આદર્શ માની એની સ્વાર્પણસેવા પોતામાં ઉતારવી અને કેવળ સ્વામીભક્તિથી તરી જવું એ જ મારો પુરુષાર્થ છે.” આમ જ ે વ્યક્તિત્વ મહાદેવભાઈએ ગાંધીજીના ચરણે ધરી દીધું તેની ચારિત્ર્યસમૃદ્ધિ અને બૌદ્ધિક સંપત્તિ આશ્ચર્યજનક હતાં. સ્વામી આનંદે તેમને ‘મોગલ ગાર્ડનના ગુલાબ અને એક સભા દરમિયાન કસ્તૂરબા, ગાંધીજી, સરદાર અને લેખનમગ્ન મહાદેવભાઈ ઢાકાની શબનમ સાથે’ સરખાવ્યા હતા અને ગાંધીજીએ ‘કબીરવડ’ સાથે પણ મહાદેવભાઈના કાર્યનું મૂલ્ય એવી કોઈ ઉપમા સરખાવ્યા હતા. શ્રી શ્રીનિવાસ શાસ્ત્રી જ ેવા વિદ્વાન દ્વારા જ આંકી શકાય. મહાભારતના યુદ્ધની જ ેમ અર્વાચીન ભારતની પણ મહાદેવભાઈ સાથેની મુલાકાતોને ‘આધ્યાત્મિક સ્વાતંત્ર્ય-લડત પણ દૈવી અને આસુરી બળોના સંગ્રામ મનોયત્ન’ તરીકે આવકારતા. દેશબંધુ ચિત્તરં જન જ ેવી હતી. ઉત્સાહી ભારતભક્તો એ સંગ્રામમાં દાસનાં બહે ન શ્રીમતી ઊર્મિલાદેવીએ મહાદેવભાઈને અંગ્રેજોને અસુરોના અને ભારતીય નેતાઓને દેવોના પુત્ર સમાન માનેલા. તેમણે તેમને ‘ભોળા શંભુ જ ેવા પ્રતિનિધિઓ તરીકે ઓળખાવવા લલચાશે. પણ નિજાનંદી અને ભોગી છતાં યોગી’ અને ‘ગૃહસ્થ છતાં હકીકતમાં અંગ્રેજો અને ભારતની પ્રજા તથા નેતાઓ સંન્યાસી’ કહ્યા હતા. મહાદેવભાઈને પોતાની માંદગી બંને પક્ષે દૈવી અને આસુરી બળોનું મિશ્રણ હતું અને દરમિયાન કેટલાક આધ્યાત્મિક અનુભવો થયેલા જ ેનું ગાંધીજીનો પુરુષાર્થ સત્ય અને અહિં સાની આધ્યાત્મિક રોચક વર્ણન આ પુસ્તકમાં જોવા મળે છે. મહાદેવભાઈના ચારિત્ર્યનું વર્ણન કરતાં શક્તિથી બંને પક્ષની શુદ્ધિ સાધવાનો હતો. મહાદેવભાઈ ૨૪ વર્ષની યુવાનવયે ગાંધીજી સાથેની ગાંધીજીએ કહ્યું હતું, “મને કોઈ પૂછ ે કે મહાદેવના પહે લી મુલાકાત વખતે જ એમનો એ આધ્યાત્મિક ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું તો કહં ુ કે પ્રસંગ પ્રભાવ પારખી ગયા અને તેમણે ગાંધીજીનાં ચરણે પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ”. વળી બેસી જવાનો સંકલ્પ કર્યો. (‘નરહરિ, મને તો આ ૨૧–૮–૧૯૨૧ના એક પત્રમાં ગાંધીજી લખે છેૹ “તમારા જ ેવો માણસ હં મેશાં મારી સાથે હોય તો પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે.’) એ સંકલ્પને અનુસરી તેમણે ૨૫ વર્ષ સુધી છેવટે મારું કામ ઉપાડી શકે એવો લોભ રહી જાય ગાંધીજીની અદ્વિતીય ગણી શકાય એવી સેવા કરી છે.” ઊર્મિલાદેવીએ પોતાના સંસ્મરણલેખમાં અને એ સેવા કરતાં પુણેના આગાખાન મહે લમાં ગાંધીજીને મહાદેવભાઈ વિશે એમ કહે તાં ટાંક્યા ૧૯૪૨ના અૉગસ્ટની ૧૫મી તારીખે ગાંધીજીના છે કે “મહાદેવ મારો દીકરો, મારો ભાઈ, મારો સાન્નિધ્યમાં દેહ છોડ્યો અને પોતાના ઇષ્ટદેવના મિત્ર, મારો મંત્રી બધું જ છે.” 428
[ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
મહાદેવભાઈના પક્ષે તેમણે ગાંધીજીની સાથે એવું તાદાત્મ્ય સાધ્યું હતું કે ચક્રવર્તી રાજગોપાલાચારી મહાદેવભાઈને ‘હૃદય દ્વિતીયમ્’ કહે તા અને અનેક લેખકોએ નોંધ્યું છે કે ગાંધીજી અને મહાદેવભાઈની લેખનશૈલીમાં એવું સામ્ય હતું કે લેખની નીચે સહી જોઈએ ત્યારે જ ખબર પડે કે તે લેખ કોનો છે, નારાયણભાઈ વર્ણવે છે કે ગાંધીજીના કેટલાક ઉપવાસો વખતે જાતે ભોજન લેવા છતાં મહાદેવભાઈનું પણ ગાંધીજી જ ેટલું જ વજન ઘટતું, અને ગાંધીજીની એક માંદગી વખતે તેમણે તીવ્રપણે એવી પ્રાર્થના કરે લી કે ઈશ્વર તેમનું અડધું આયુષ્ય લઈને ગાંધીજીને બચાવો. ગોર્ડન નામના એક અંગ્રેજની ઈશ્વર પ્રત્યેની પ્રાર્થના ટાંકી મહાદેવભાઈ મીરાંબહે નને લખે છે, “I am approaching the new year. Reading ‘Bapu’ for He (God) whereever it occurs for the simple reason that I have no vision of Him, whereas I have some vision of Bapu.” હં ુ નવા વર્ષનું સ્વાગત એ પ્રાર્થનામાં જ્યાં તે (ઈશ્વર) છે ત્યાં ‘બાપુ’ વાંચીને કરું છુ ં અને તે એ જ કારણે કે મને તેનું (ઈશ્વરનું) દર્શન નથી થયું, પણ બાપુની કંઈક ઝાંખી થઈ છે. મહાદેવભાઈની બૌદ્ધિક સંપત્તિનો અંદાજ તેઓ અઢાર વર્ષની ઉંમરે એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી. એ. થયા એ ઉપરથી જ આવી શકે એમ છે, પણ તેનો વધારે ખ્યાલ મેળવવા મહાદેવભાઈની ડાયરીઓ તથા તેમણે ગાંધીજીના અનાસક્તિયોગ નું અંગ્રેજી રૂપાંતર કર્યું છે તેની પ્રસ્તાવનારૂપે તેમણે ‘My submission’ (‘મારું નમ્ર નિવેદન’) એ નામના લેખમાં ભગવદ્ગીતાને લગતા કેટલાક પ્રશ્નોની સૂક્ષ્મ છણાવટ કરી છે તથા શ્લોકો ઉપર નોંધો લખી છે તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. એ બધામાં એમણે સાઠ ઉપરાંત પરદેશી લેખકો અને ચિંતકોનો ઉલ્લેખ કર્યો છે અને તેમનાં લખાણોમાંથી ઉતારા नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
મહાદેવભાઈની ડાયરીઓ તથા તેમણે ગાંધીજીના
અનાસક્તિયોગનું અંગ્રેજી રૂપાંતર કર્યું છે તેની પ્રસ્તાવનારૂપે તેમણે My submission (મારુ ં નમ્ર
નિવેદન) એ નામના લેખમાં ભગવદ્ગીતાને લગતા
કેટલાક પ્રશ્નોની સૂ�મ છણાવટ કરી છે તથા શ્લોકો ઉપર નોંધો લખી છે તેનો કાળજીપૂર્વક અભ્યાસ
કરવો જોઈએ. એ બધામાં એમણે સાઠ ઉપરાંત પરદેશી લેખકો અને ચિંતકોનો ઉલ્લેખ કર્યો છે
અને તેમનાં લખાણોમાંથી ઉતારા આપ્યા છે. એ લેખકોમાં શેક્સપિયર, વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ, બાયરન અને બ્રાઉનિંગ જેવા અંગ્રેજ કવિઓનો પણ સમાવેશ થાય છે
આપ્યા છે. એ લેખકોમાં શેક્સપિયર, વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ, બાયરન અને બ્રાઉનિંગ જ ેવા અંગ્રેજ કવિઓનો પણ સમાવેશ થાય છે. ભારતીય લેખકો અને ચિંતકો જુ દા. વેદ અને ઉપનિષદોમાંથી પણ મૂળ સંસ્કૃતમાં ઉતારા આપ્યા છે. મહાદેવભાઈનો બી.એ.માં અભ્યાસનો વિષય તો લૉજિક અને મૉરલ ફિલૉસૉફી (તર્કશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર) હતો, તો તેમણે સંસ્કૃતનું આવું શુદ્ધ જ્ઞાન ક્યારે અને કેવી રીતે મેળવ્યું? અને ‘My submission’માં અંગ્રેજ કવિઓ ઉપરાંત ઇસ્લામી અને ખ્રિસ્તી રહસ્યદૃષ્ટાઓના ઉલ્લેખો અને તેમનાં લખાણોમાંથી ઉતારા છે એ બધાનો અભ્યાસ એમણે ક્યારે કર્યો હશે? મહાદેવભાઈની બૌદ્ધિક સંપત્તિ એમના વાચનરસમાં પણ જોવા મળશે. કોઈ સંશોધકે મહાદેવભાઈએ વાંચેલાં પુસ્તકોની યાદી કરવા જ ેવી છે. મહાદેવભાઈનું ભાષાજ્ઞાન પણ કેવું સમૃદ્ધ હતું! ગાંધીજીનું અંગ્રેજી ઉત્કૃષ્ટ કક્ષાનું હતું એ સમજી શકાય છે, કારણ કે તેઓ અોગણીસ વર્ષની ઉંમરે બૅરિસ્ટરીના અભ્યાસ માટે લંડન ગયા હતા અને અઢી વર્ષ ત્યાં રહ્યા હતા. ત્યાં અને તે પછી દક્ષિણ આફ્રિકામાં તેઓ અંગ્રેજોના નિકટના સંપર્કમાં આવ્યા 429
યરવડા જેલમાં ગાંધીજી સાથે જોડાયા ત્યારથી શરૂ કરીને ૧૯૩૩ના ઑગસ્ટની ૨૦મી સુધીનો એમણે એમની ડાયરીઓના પહે લા ત્રણ ભાગમાં
ગાંધીજી, વલ્લભભાઈ અને પોતે એમ ત્રણ વચ્ચે થયેલા વાર્તાલાપો, સંવાદો, અસ્પૃશ્યતાનિવારણ
અંગે ગાંધીજીના ઉપવાસો, તેને લગતા જાહે ર કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપો, પત્રવ્યવહારો અને
મુલાકાતો એ બધાંનાં જે તા�શ અને ક્યારેક રમૂજી ચિત્રણો આપ્યાં છે તે મહાદેવભાઈની વર્ણનશ�ક્તના
શ્રેષ્ઠ
નમૂનાઓ
છે.
અને
વલ્લભભાઈની ખળખળતી અને ગાંધીજીને પણ
હસાવીને બેવડ વાળી દે એવી વિનોદવૃત્તિવાળાં વર્ણનો ફરી ફરી વાંચવાં ગમે એવાં છે
હતા. મહાદેવભાઈને એવો લાભ નહોતો મળ્યો છતાંયે એમનું અંગ્રેજી ગાંધીજીના અંગ્રેજી જ ેવું જ ઊંચા સ્તરનું હતું. વળી તેઓ ગાંધીજીના વિચારો સાથે એવા ઓતપ્રોત થઈ ગયા હતા કે નારાયણભાઈ નોંધે છે તેમ ગાંધીજી બોલતા હોય અને મહાદેવભાઈ નોંધ લેતા હોય ત્યારે તેમની કલમ ગાંધીજીની વાણીથી આગળ ચાલતી, ગાંધીજી બોલવાના હોય તે શબ્દ તેઓ અનુમાનથી લખી લેતા અને ગાંધીજી બોલે ત્યારે તેમના મોંમાંથી તે જ શબ્દ નીકળતો. આ જ વાત શ્રી ઘનશ્યામદાસ બિરલાએ નોંધી છે. તેઓ એમ પણ લખે છે કે અનુપયુક્ત શબ્દ નીકળે તો મહાદેવભાઈની કલમ અટકી જતી અને ચર્ચા ચાલતી. ક્યારે ક આપણને એમ પણ લાગે કે મહાદેવભાઈ ગાંધીજીના વિચારો એમના કરતાં વધુ ચિત્રાત્મક ભાષામાં મૂકતા. ગાંધીજીના મોંમાં મુકાયેલું જાણીતું વાક્ય Truth and non-violence are as old as the hills. (બાપુનું મૂળ વાક્ય ‘સત્ય અને અહિં સા અનાદિકાળથી ચાલ્યાં આવે છે’ એવું છે.) સત્ય અને અહિં સા તે તો પહાડ જ ેટલાં પુરાણાં છે એ ગાંધીજીનું છે જ નહીં. એ તો ગાંધીજી જ ે બોલ્યા હતા તેનો મહાદેવભાઈએ સાર આપ્યો છે. અંગ્રેજી 430
ઉપરાંત હિં દી, બંગાળી અને મરાઠી ભાષાઓનું પણ મહાદેવભાઈનું જ્ઞાન ઊંચા પ્રકારનું હતું. મહાદેવભાઈએ પોતાનું આવું ભાષાજ્ઞાન સાહિત્યસર્જનમાં યોજ્યું હોત તો ગુજરાતી સાહિત્યમાં પ્રથમ હરોળનું સ્થાન પામ્યા હોત. તેમણે નારાયણભાઈને કહ્યું હતું, “પાંચછ નવલકથાની વસ્તુ મારા મગજમાં ગોઠવાયેલી છે.” એમણે પાંચછ ટૂ કં ાં જીવનચરિત્રો લખ્યાં છે તે ઉપરાંત તેમણે એમની ડાયરીઓમાં કેટલીય વ્યક્તિઓનાં જીવંત રે ખાચિત્રો આપ્યાં છે. એમની વર્ણનશક્તિ વિશે શ્રીમતી વનમાળા દેસાઈ લખે છે, “બાપુજી પાસે જાતજાતનાં નંગ આવે એનું રસિક વર્ણન મહાદેવકાકા કરે અને અમને હસાવે.” બીજી ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી ૧૯૩૧ના ડિસેમ્બર માસમાં ખાલી હાથે પાછા ફર્યા તે પછી તેમની ૧૯૩૨ના જાન્યુઆરીની ૪થી તારીખે ફરી ધરપકડ થઈ. તે વેળા મહાદેવભાઈ પણ પકડાયા. અને માર્ચ માસમાં તેઓ યરવડા જ ેલમાં ગાંધીજી સાથે જોડાયા ત્યારથી શરૂ કરીને ૧૯૩૩ના ઑગસ્ટની ૨૦મી સુધીનો એમણે એમની ડાયરીઓના પહે લા ત્રણ ભાગમાં ગાંધીજી, વલ્લભભાઈ અને પોતે એમ ત્રણ વચ્ચે થયેલા વાર્તાલાપો, સંવાદો, અસ્પૃશ્યતાનિવારણ અંગે ગાંધીજીના ઉપવાસો, તેને લગતા જાહે ર કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપો, પત્રવ્યવહારો અને મુલાકાતો એ બધાંનાં જ ે તાદૃશ અને ક્યારે ક રમૂજી ચિત્રણો આપ્યાં છે તે મહાદેવભાઈની વર્ણનશક્તિના શ્રેષ્ઠ નમૂનાઓ છે અને વલ્લભભાઈની ખળખળતી અને ગાંધીજીને પણ હસાવીને બેવડ વાળી દે એવી વિનોદવૃત્તિવાળાં વર્ણનો ફરી ફરી વાંચવાં ગમે એવાં છે. પરં તુ ગાંધીજીએ ૧૯૩૩ના મે માસમાં હરિજન સેવામાં પડેલા કાર્યકર્તાઓની શુદ્ધિ અર્થે ૨૧ દિવસના ઉપવાસ કર્યા ત્યારે વલ્લભભાઈ અને [ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
મહાદેવભાઈ બંનેની વિનોદવૃત્તિ સુકાઈ ગઈ. એ સમયની એ બે ગાંધીભક્તો ને ગાંધીસેવકોની હૃદયવ્યથા વર્ણવી જાય એવી નથી. મહાદેવભાઈની પત્રકારત્વશક્તિને બિરદાવતાં ગાંધીજીએ ડૉ. સુશીલા નય્યરને કહ્યું હતુંૹ “મહાદેવ જોકે પત્રકારત્વ મારી પાસેથી શીખ્યા પણ મારા કરતાં એમની કલમ વધારે સુગમતાથી ચાલવા માંડી.” મહાદેવભાઈને ઇન્ડિપેન્ડન્ટ દૈનિકમાં મદદ
કરવા મોકલતાં ગાંધીજીએ મહાદેવભાઈને કહ્યું હતુંૹ “તમને હં ુ મારા મગજ તરીકે કેળવી રહ્યો છુ .ં ” અા બધી ચારિત્ર્યસમૃદ્ધિ અને બૌદ્ધિક સંપત્તિ મહાદેવભાઈએ ગાંધીજીનાં ચરણે ધરી દીધી. ગાંધીજીએ હિં દ સ્વરાજમાં પોતે વર્ણવેલું સ્વરાજ લેવા “આ દેહ અર્પણ છે” એવો ભવ્ય સંકલ્પ કરે લો એવું જ ભવ્ય મહાદેવભાઈનું ગાંધીજીનાં ચરણે આત્મસમર્પણ હતું.
મહાદેવભાઈએ નરહરિ પરીખને લખેલો પત્ર
ભાઈ નરહરિ, આ પત્ર તદ્દન ખાનગી લખું છુ .ં એમાંની વાત તમારા સિવાય બીજુ ં કોઈ ન જાણે એવું તમને અગાઉથી કહીને જ આ પત્ર તમને લખું છુ .ં મારી નિયમિત હાજરી ગાંધીજીને મુકામે થતી હતી એ તમોને મેં કહ્યું છે. તા. ૩૧મી અૉગસ્ટને દિને સવારે બાપુજીએ કેટલાંક વચનોથી મને પ્રેમ, અાશ્ચર્ય અને આનંદમાં ગરક કર્યો. તે દિવસની ટૂ કં ી પણ પત્ર ઉપર ન મુકાય એવી વાતચીત પત્ર ઉપર મૂકવાનો પ્રયત્ન કરું છુ .ં ‘તમોને દરરોજ હાજરી ભરવાનું કહં ુ છુ ં તેનું કારણ છે, તમારે તો મારી પાસે આવી રહે વાનું છે. આ છેલ્લા ત્રણ દિવસોમાં તમારું ઝવેર મેં જોઈ લીધું છે. આ બે વર્ષ થયાં, હં ુ જ ેવા જુ વાનની શોધમાં ફરતો હતો તે મને મળી રહ્યો છે. તમે માનશો? જ ેને મારું કામકાજ કોઈ દહાડો સોંપી દઈ હં ુ નિરાંતે બેસું, જ ેને હં ુ સુખે લટકી પડી શકું એવો માણસ મારે જોઈતો હતો. અને તે તમે મને મળી ગયા છો. હોમરૂલ લીગ, જમનાદાસ વગેરે બધું મૂકી દઈને મારી પાસે જ આવવાની તમારે તૈયારી કરવાની છે. આ જિંદગીમાં આવા શબ્દો બહુ ઓછા જણોને મેં કહ્યા છેૹ માત્ર ત્રણ જણને—પોલાક, મિસ શ્લેશિન અને ભાઈ મગનલાલ. આજ ે તમને તે શબ્દો કહે વા પડે છે. અને આનંદથી કહં ુ છુ ,ં કારણ, તમારામાં ત્રણ ગુણો હં ુ ખાસ જોઈ શક્યો છુ ૹં પ્રામાણિકતા, વફાદારી અને સાથે હોશિયારી. મગનલાલને મેં એક દિવસ ઉપાડી લીધો ત્યારે બહારથી જોઈએ તો મગનલાલમાં કાંઈ ન હતું, પણ આજ ે તો તમે મગનલાલને જોઈને ચકિત થાઓ છો ને? એ કાંઈ શીખેલો ન હતો. મેં પ્રેસને માટે પહે લાં એને તૈયાર કર્યો. પહે લાં ગુજરાતી બીબાં ગોઠવતાં શીખ્યો, પછી અંગ્રેજી, પછી હિં દી, તામિલ વગેરે સઘળાં બીબાં હોશિયારીથી ગોઠવતાં શીખી ગયો. અને એ બધું એણે એટલા ઓછા વખતમાં આટોપ્યું કે હં ુ જોઈ રહં ુ . ત્યાર પછી તો એણે કંઈ કંઈ કામ કરી બતાવ્યાં છે. પણ મગનલાલની વાત તો કોરે રહી. તમારામાં જ ે હોશિયારી મેં જોઈ છે તે મગનલાલમાં નથી જોઈ. તમારા ગુણોને લીધે તમે મને અનેક કામોમાં ઉપયોગી થઈ પડશો એવી મારી ખાતરી છે.’ (આ બધું હં ુ કંઈક આશ્ચર્ય, કંઈક શરમ અને સંપૂર્ણ મૌનથી સાંભળી રહ્યો હતો. મારાથી વચ્ચે બોલાઈ ગયું કેૹ नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
431
‘મેં કંઈ મારું કરે લું કામ બતાવ્યું નથી.’ તેના ઉત્તરમાં હવે પછીનું બોલાયું.) ‘તમને શું ખબર પડે? હં ુ તો બહુ ઓછા વખતમાં માણસને જોઈ શકું છુ .ં પોલાકને પાંચ કલાકમાં પારખી લીધેલા. છાપામાં મારો એક પત્ર વાંચી પોલાકે મને એક પત્ર લખ્યો અને મળવા આવ્યો ત્યારે જ મેં એને જોઈ લીધો અને પછી તો એ મારો થઈ ગયો. એ પરણ્યા અને વકીલ થયા તે પણ મારે ત્યાંથી. પરણતાં પહે લાં મને કહે કે મારે થોડુ ં કમાઈ લેવું જોઈએ. બચ્ચાંછોકરાં સારુ. મેં તેને સ્પષ્ટ કહ્યું કે હવે તું મારો છે. તારી ચિંતા અને તારાં બચ્ચાંછોકરાંની ચિંતા મને છે. હં ુ તને પરણાવું છુ ં અને તું પરણે એમાં કંઈ વાંધો નથી. અને પછી મારા ઘરમાં જ એનાં લગ્ન થયેલાં. વારુ, એ વાત તો થઈ રહી. પણ હવે તમને કહં ુ છુ ં કે તમે હોમરૂલ તથા જમનાદાસની વાત છોડી દો. હૈ દરાબાદ જાઓ. એકાદ વર્ષ ખેલી ખાઓ. જગતની મજા ભોગવો અને ધરાઈ લો. હૈ દરાબાદમાં ગયા પછી જ ે દિવસે અને જ ે ઘડીએ તમને ત્યાં તમારાપણું જતું લાગે તે જ ઘડીએ રાજીનામું આપી ચાલતા થવું અને મારી પાસે આવીને બેસવું.’ (એટલે મેં કહ્યું કે, ‘હં ુ તો આજ ે પણ આવવા તૈયાર છુ ’ં ), તમે તૈયાર છો એ હં ુ જાણું છુ .ં પણ તમે હજી જરાક જિંદગી જુ ઓ અને ખેલ ખેલી લો એવો મારો તમને આગ્રહ છે. તમારા કૉ-ઑપરે શનના જ્ઞાનની પણ મને જરૂર પડશે. આપણે તો એ ખાતાનો ખોડો કાઢવો છે. બિલકુ લ નિશ્ચિત રહો અને થોડો વખત ખેલી લઈ મારી પાસે જ આવી રહો. શાળાને માટે કે બીજા કામને માટે નહીં પણ મારે પોતાને માટે તમારી જરૂર છે. તમે એક વર્ષ, છ માસ ખેલી લો તેટલો વખત હં ુ ચલાવી લઈશ.’ લગભગ અડધો-પોણો કલાક આ અમૃત હં ુ પીધા કરતો હતો એટલામાં લોકોની મેદની થવા લાગી અને અમારી ખાનગી વાત બંધ થઈ ગઈ. હાજરી તો હં ુ ભરું છુ ં અને આજ ે રાત્રે પાલગઢ સુધી તેમની સાથે પાછા જવાનો વિચાર છે. શંકરભાઈને માટે ફળ—એમણે આટલી મમતા બતાવ્યા પછી— એમની સાથે મોકલવામાં મને કંઈ ખોટુ ં લાગતું નથી, આજ ે સવારે મેં એમને કહ્યું કે બૅંકર મારી સાથે બહુ ખિજાયા છે. એટલે પૂછ્યું, ‘કેમ ભલા?’ મેં જવાબ આપ્યોૹ ‘મેં પરમ દિવસનો નિશ્ચય કર્યો તેથી.’ બાપુએ કહ્યુંૹ ‘ત્યારે એમનો ખિજવાટ ખમી લો. ખમી લીધે જ છૂટકો છે.’ એટલે મેં કહ્યુંૹ ‘એમનું કહે વું એવું છે કે તમે હૈ દરાબાદ ન જતા હો અને અહીં જ રહે વાના હો તો તો બૅંકના કરતાં હોમરૂલ લીગમાં તમને આવવા દેવામાં ગાંધીજીને શો વાંધો હોય?’ એટલે મેં કહ્યું કેૹ ‘મારે બદલે ‘ઑર્ગેનાઇઝિંગ વર્ક’ કરનારો બીજો તમને મળી રહે શે.’ ત્યારે મને કહે કેૹ ‘ના, બીજો તમારા જ ેવો ના મળે,’ મારી સ્થિતિ કંઈક કફોડી છે. એ લોકો હં ુ મારી જ ેટલી કિંમત કરું છુ ં તેના કરતાં વિશેષ કિંમત કરે છે. એટલે બાપુજીએ ટૂ કં માં પતાવ્યુંૹ “લોકો આપણી કિંમત કરે તે આપણે સ્વીકારી લઈએ તો તો મરવાનો જ વારો આવે. ભલે તેઓ તેમ કહે તા. તેની સાથે તમારે લેવાદેવા નથી. તમે મુંબઈ રહો તે દરમિયાન સાંજ ે બે કલાક એમ ને એમ લીગને સેવા આપી એટલું બસ છે.” આવી સ્થિતિ છે, પત્ર લાંબો થઈ જાય છે. પણ આ વાતો તમને નહીં કહં ુ તો કોને કહં ુ ? પત્ર વાંચીને મને પાછો મોકલી આપજો, કારણ કે જ ે શબ્દો પત્રમાં મેં બાપુજીના લખ્યા છે તે લગભગ જ ેમના તેમ છે, કાળ જતાં તે ભુલાઈ જાય કદાચ, મારા પિતાને કે બીજા કોઈને મારે હોમરૂલમાં જોડાવાનો નિશ્ચય બદલવાનાં કંઈ કારણ જણાવ્યાં નથી. આ વાતો એવી છે કે પત્રોમાં જણાવીએ તો બેવકૂ ફી કહે વાય. કોઈ દિવસ એ પત્ર પિતાને અને ગિન્ની[ગૃહિણી]ને વંચાવું ખરો. 432
[ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
ત્રણસો રૂપિયા આપો તો આવું એવો તાર મેં હૈ દરાબાદ કરે લો તેનો જવાબ આવ્યો નથી. હૈ દરાબાદ ન જાઉં તો બાપુજી કહે ત્યાં સુધી અહીં બૅંકમાં જ રહીશ અને થોડા વખતમાં મુંબઈમાં ઘર લઈશ. બાપુજી બોલાવે ત્યારે જવાની અત્યારથી તૈયારી કરવા માંડવાની છે. તૈયારી મોટી સાધનસંપત્તિની. હરિ મને સામર્થ આપો. ગોખલેજીનું ભાષાંતર કાલથી શરૂ કરીશ. માત્ર સવારે જ થોડુ ં થોડુ ં થશે. કારણ સાંજના બે કલાક તો હોમરૂલના છે. ગિન્નાં હવે સારાં થયાં હશે. લિ. તમારો મહાદેવ
વળી તાજા કલમમાં મહાદેવ ઉમેરે છેૹ જ ે જિંદગીને નકામી માની કેટલીક વાર કંટાળતો તેને હવે જીવવા જ ેવી (worth living) માનવા જ ેટલી શ્રદ્ધા મનમાં આવી છે. જોકે બાપુજીએ જ ે મને આટલું બધું કહી શરમમાં દબાવ્યો છે તે તો હં ુ મારે વિશે માનવાને હજી અશક્ત છુ .ં માત્ર એટલું જ કે એવું સર્ટિફિકેટ મને જિંદગીમાં કદી મળ્યું નથી, કદી મળનાર નથી. ભવિષ્યમાં કંઈ કામનો હં ુ નિમિત્ત થાઉં અને જગત મને પ્રશંસે તોપણ આ અંતરના ઉદ્ગારો મારા અંતરનો અને જિંદગીભરનો ખજાનો છે.
મહાદેવભાઈની ડાયરી
મહાદેવભાઈ દેસાઈની સમર્પણ શતાબ્દીનું આ વર્ષ છે. મહાત્મા ગાંધીજીના ચરણે બેસી સમર્પણભાવે ૫૦ વર્ષના ટૂ કં ા આયખાનાં ૨૫ વર્ષ ગાંધીજીના અંગત સચિવ તરીકે તેમની સાથે રહીને રોજ ેરોજની ગાંધીજીની ચર્ચાઓ, મુલાકાતો અને ભાષણોની મહાદેવભાઈએ કરે લી નોંધ પરથી પ્રકાશિત ડાયરીઓનું અદકેરું મહત્ત્વ છે. અત્યાર સુધી ૨૩ ડાયરી પ્રકાશિત થઈ ચૂકી છે. નવજીવન દ્વારા મહાદેવભાઈની આ ડાયરીઓ રાહતદરે ઉપલબ્ધ છે. પુ. 1 ₨ 60.00 પુ. 14 ₨ 90.00 પુ. 2 અને 3 (દરે કના) ₨ 70.00 પુ. 15 ₨ 100.00 પુ. 4 ₨ 52.00 પુ. 16 ₨ 12.00 પુ. 5 ₨ 90.00 પુ. 17 ₨ 24.00 પુ. 6 થી 8(દરે કના) ₨ 06.00 પુ. 18 ₨ 35.00 પુ. 9 ₨ 400.00 પુ. 19 ₨ 60.00 પુ. 10 ₨ 70.00 પુ. 20 ₨ 20.00 પુ. 11 ₨ 60.00 પુ. 21 ₨ 40.00 પુ. 12 ₨ 90.00 પુ. 22 અને 23(દરે કના) ₨ 50.00 પુ. 13 ₨ 70.00
મહાદેવભાઈની ડાયરી 1થી 23 ભાગના ₨ 1,531
नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
433
અખંડ સાધનાનો નમૂનો બનારસીદાસ ચતુર્વેદી ગાંધીજી સાથે જોડાયાના બરાબર એક અઠવાડિયા બાદ એટલે કે ૧૩ નવેમ્બર, ૧૯૧૭થી મહાદેવભાઈએ સ્વપ્રેરણાથી ગાંધીજીની રોજ ેરોજની પ્રવૃત્તિઓ, મુલાકાતો, ચર્ચાઓ, કાર્યક્રમોની નોંધ કરવાનું આરં ભ્યું; જ ે છેક તેમના જીવનના અંતિમ દિવસના આગલા દિવસ (૧૪ ઑગસ્ટ, ૧૯૪૨) સુધી તેમણે કર્યું. આ ડાયરીઓ કહે વાતી ભલે હોય મહાદેવભાઈની ડાયરી, પણ હકીકતે તે ગાંધીજીના જીવનનો જીવંત દસ્તાવેજ છે. આ ડાયરીઓમાં આપણે ગાંધીજીને અનુભવી શકીએ છીએ, પિછાણી શકીએ છીએ અને કેટલીક જગ્યાએ તો જાણે મહાત્મા સાથે રૂબરૂ થતાં હોવાનું અનુભવી શકીએ છીએ. મહાદેવભાઈના આ અમૂલ્ય દસ્તાવેજ — મહાદેવભાઈની ડાયરી — વિશે ૧૮૯૨ • ૧૯૮૫ હિન્દી સાહિત્ય જગતના સન્માનીય પત્રકાર અને સાહિત્યકાર બનારસી ચતુર્વેદીએ ડાયરીની મહત્તાનું આલેખન થોડાંક શબ્દોમાં કર્યું છે, જ ેમાં તેઓએ આ ડાયરીઓને આત્મકથાની પૂરક હોવાનું કહ્યું છે. …
સંસારમાં સેંકડો ડાયરી લેખક થયા છે અને એમની વૃત્તાંત લખીને તેને ચિરસ્થાયી બનાવવામાં હં ુ કશો
રચનાઓનું અલગ-અલગ મહત્ત્વ છે. જોકે નિયમિત ડાયરી લખવાનું કામ આસાન નથી. એને માટે જ ે અખંડ સાધનાની જરૂર છે તે અત્યંત દુર્લભ છે. હિં દીમાં ભાઈ સીતારામજી સેક્સરિયા1નું જ ે એક માત્ર દષ્ટાંત આપણી સામે આવ્યું છે. મહાત્મા ગાંધીજીને મન ડાયરીનું લેખન બહુ મહત્ત્વ ધરાવતું હતું. ૧૯૩૩ની ૨૦મી જાન્યુઆરીએ તેમણે લખ્યું હતુંૹ “ડાયરીનો વિચાર કરું છુ ં તો મારે માટે એ એક અમૂલ્ય વસ્તુ બની ગઈ છે. જ ે સત્યની આરાધના કરે છે તેને વાસ્તે એ પહે રેદારનું કામ કરે છે. … ડાયરી લખવાનો નિયમ કર્યા પછી કદી ખાડો ન પાડવો. ડાયરી રૂપી પ્રતિબંધ આત્મશુદ્ધિમાં સહાયતા કરે છે.” કોઈકે રાજર્ષિ ગોખલેને ડાયરી લખવાની વાત કરી તો તેમણે કહ્યુંૹ “દેશની જ ે દુર્દશા છે તેનું 1. પદ્મશ્રી સન્માનિત, કુ શળ વેપારી-વ્યવસાયી અને અનેક સાંસ્કૃતિક, સાહિત્યિક અને શિક્ષણ સંસ્થાઓના પ્રેરક અને સંસ્થાપક, ગાંધીજી સાથે જોડાઈને તેમણે સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લીધો હતો અને લાંબા સમય સુધી પોતાના જીવનનો ઘટનાક્રમ ડાયરીરૂપે લખ્યો છે. – સં. 434
ફાયદો જોતો નથી.” અંગ્રેજી સાહિત્યના સુપ્રસિદ્ધ જીવનચરિત્ર લેખક બૉસ્ઝેલે જોનસનના રોજ ેરોજના જીવનનું જ ે સજીવ વર્ણન કર્યું છે તે વિશ્વસાહિત્યમાં અમર થઈ ગયું છે. ખુદ મહાત્મા ગાંધીજીએ મહાદેવભાઈના સ્વર્ગવાસ બાદ લખ્યું હતુંૹ “મહાદેવભાઈ એક ગુણવાન અને પ્રતિભાવાન વ્યક્તિ હતી. મારા મતે એમના જીવનની સૌથી મોટી ખૂબી હતીૹ પ્રસંગ આવતાં પોતાની જાતને ભૂલીને શૂન્યવત્ બની જવાની એમની શક્તિ. તે મારામાં પૂરેપૂરા સમાઈ ગયા હતા. મારાથી અલગ એમનું કોઈ અસ્તિત્વ જ નહોતું રહ્યું. …મારે માટે તે બૉસ્ઝેલ (જીવનચરિત્રકાર) બનવા ચાહતા હતા. એનાથી બહે તર બીજુ ં શું તે કરી શકે? પણ એ તો ચાલ્યા ગયા અને મને મારું જીવનચરિત્ર લખવા વાસ્તે છોડી ગયા.” વાસ્તવમાં તો મહાદેવભાઈ બૉસ્ઝેલથી પણ આગળ વધી ગયા. એમની મહત્ત્વપૂર્ણ ડાયરીઓ અને બૉસ્ઝેલ કૃ ત ડૉ. જોનસનના જીવનચરિત્રમાં એટલો જ ફરક છે, જ ેટલો અે બંને મહાપુરુષોના જીવનમાં છે. મહાદેવભાઈ અદ્વિતીય ડાયરીલેખક [ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
હોવાની સાથેસાથ એક પ્રતિભાશાળી કલાકાર પણ હતા. ભિન્ન ભિન્ન વ્યક્તિઓનાં જ ે રે ખાચિત્રો તેમણે પોતાની ડાયરીમાં દોર્યાં છે તે સાહિત્યિક દૃષ્ટિએ અમૂલ્ય બની ગયાં છે. કવિન્દ્ર રવીન્દ્રનાથના મોટા ભાઈ તથા બાપુ વચ્ચે જ ે વાર્તાલાપ થયો હતો તેનું વિવરણ ઘણું જીવંત બની ગયું છે. ૧૯૨૦માં મને પણ શાંતિનિકેતનમાં રહે વાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. ત્યારે બાપુ ત્યાં પધાર્યા હતા. તે વેળાનું મહાદેવભાઈનું જીવતુંજાગતું વૃત્તાંત વાંચીને આખુંય દૃશ્ય મારી આંખો સામે તાદૃશ ઉપસ્થિત થઈ ગયું. એકબે નહીં, અનેક નાનીમોટી વ્યક્તિઓનાં ચરિત્રચિત્રણ તેમણે કર્યાં છે તે બધાં કલાપૂર્ણ છે. દીનબંધુ એન્ડ્રૂ ઝ, મહામાનનીય શ્રીનિવાસ શાસ્ત્રી, મહામના માલવીયજી, મૌલાના આઝાદ તથા દેશબંધુ દાસથી લઈને નાનામાં નાના કાર્યકર્તા સુધ્ધાંને મહાદેવભાઈએ પોતાની કલમથી અમર બનાવી દીધા છે. મહાદેવભાઈએ રપ વર્ષ લગી નિયમિત રીતે આ ડાયરી લખી—માત્ર તેમને બાપુથી અલગ રહે વાનું થયું તે વર્ષો બાદ કરતાં અત્યંત વ્યસ્ત જીવનમાં ડાયરી લખવાનો વખત તેઓ શી રીતે કાઢી લેતા હશે, એનો વિચાર કરતાં આશ્ચર્ય થાય છે. આ ડાયરીઓમાં આપણે મહાત્માજીને હરતાફરતા, હસતાબોલતા, ખુશ અને નાખુશ થતાં જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. ખરી રીતે આ ડાયરીઓનું મહત્ત્વ કોઈ પણ રીતે બાપુની આત્મકથાથી જરાયે ઓછુ ં નથી. વાસ્તવમાં એ આત્મકથાની પૂરક જ છે. મહાદેવભાઈએ બાપુની આશાઓ પૂરી કરી. કેમ કે તે બાપુમય બની ગયા હતા. આજ ે બાપુ પોતાના જીવનચરિત્રને કારણે જ ેટલા જીવિત છે, એટલા જ
મહાદેવભાઈની ડાયરીઓને કારણે પણ છે. બલકે એક વિદેશી વિવેચકે તો ત્યાં લગી લખ્યું છે કે આ ડાયરીઓ આત્મકથા કરતાંયે અધિક મહત્ત્વની છે. દુર્ભાગ્યે સ્વયં મહાદેવભાઈ આ ડાયરીઓનું સંપાદન ન કરી શક્યા અને એ ભાર એમના અનન્ય મિત્ર શ્રી નરહરિભાઈ પરીખ પર આવી પડ્યો, જ ે તેમણે ભારે પરિશ્રમ કરીને ઉપાડી લીધો. અસ્વસ્થ હોવા છતાંયે ત્રણ હજાર પાનાંનું સંપાદન તેમણે કરી લીધું. … ક્યારે ક ક્યારે ક હં ુ કલ્પના કરું છુ ં કે મહાદેવભાઈ જ ેવો કલાકાર જો કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો એની રચનાઓ શીઘ્રાતિશીઘ્ર પ્રકાશિત થઈ હોત અને જગતની મુખ્ય મુખ્ય ભાષાઓમાં એના અનુવાદ પણ છપાયા હોત. પરં તુ આપણા દેશની સરકાર અથવા જનતા મહાદેવભાઈના અમર કાર્યનું મહત્ત્વ આંકવામાં સર્વથા અસફળ જ રહી છે. બીજુ ં તો ઠીક, પણ આ ડાયરીઓનું વિસ્તૃત વિવેચન પણ રાષ્ટ્રભાષા હિં દીના કોઈ સામયિકમાં વાંચવા નથી મળ્યું. જોકે એ સમય આવવાનો છે—જ્યારે મહાદેવભાઈની ડાયરીઓ માટે દેશીવિદેશી લેખકો ગુજરાતી વાંચવા મજબૂર બનશે, કેમ કે વિશ્વના ઇતિહાસની દૃષ્ટિએ એનું આંતરરાષ્ટ્રીય મહત્ત્વ છે. રે ખાચિત્ર, સંસ્મરણ અથવા ચરિત્રચિત્રણની દૃષ્ટિએ આ ગ્રંથ અત્યંત મૂલ્યવાન છે. મહાત્માજીનું કાર્યક્ષેત્ર તથા પ્રભાવ વિશ્વવ્યાપી હતાં. તેમ જ તે જિંદગીના કલાકાર પણ હતા. એમના બહુરંગી જીવન તથા દૈનિક કાર્યક્રમો પરત્વે આ ડાયરીઓ પૂરો પ્રકાશ પાથરે છે. ગાંધીજી ભારતીય રાજનીતિના કેન્દ્રબિંદુ હતા. તેમ જ તત્કાલીન ઇતિહાસની દૃષ્ટિએ પણ આ ગ્રંથનું મહત્ત્વ અસંદિગ્ધ છે. અનુ. અમૃત મોદી [શુક્રતારક સમાૹ મહાદેવભાઈ માંથી સંકલિત]
नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
435
‘અહિ�સા પરમો ધર્મઃ’—સત્ય કે ધૂન> લાલા લજપતરાય ગાંધીજીના અહિં સાના સિદ્ધાંતની સાર્થકતાનો સ્વીકાર યુદ્ધની ભયાનકતાનો ભોગ બનેલાં રાષ્ટ્રોની સાથે યુદ્ધ દ્વારા વિશ્વ વિજ ેતાના ગુમાનમાં રાચતી મહાસત્તાઓ પણ કરી ચૂકી છે. ગાંધીજીના અહિં સાના સિદ્ધાંતનો વ્યાપક સ્વીકાર થયો હોવા છતાં સમયાંતરે આ સિદ્ધાંતને કેટલાક નેતાઓ, વિચારકો દ્વારા પડકારવામાં પણ આવ્યો છે. આવા પડકાર કંઈ ગાંધીના ગયા બાદ અથવા આજના યુગે જ થયા છે, એવું નથી, પરં તુ ગાંધીજીને એક ઉચ્ચ વ્યક્તિત્વ તરીકે સ્વીકારનારા લોકો દ્વારા પણ ઘણી વાર આવા પડકારો ઊઠ્યા છે. વર્ષ ૧૯૧૬માં જહાલ પક્ષના નેતા લાલા લજપતરાયે પણ ગાંધીજીના અહિં સાના સિદ્ધાંત સામે કેટલાક સવાલ ઉઠાવ્યા હતા. કલકત્તાથી પ્રકાશિત થતાં ૧૮૬૫ • ૧૯૨૮ ‘મૉડર્ન રિવ્યૂ’ સામયિકના એક અંકમાં લાલાજીએ અહિં સાની આકરી ટીકા કરતો લેખ લખ્યો હતો. જ ેમાં તેમણે કહ્યું હતુંૹ ‘હં ુ જ ે લોકોને પૂજનીય સમજુ ં છુ ં તેમાંના એક તરીકે તેમને [ગાંધીજીને] માનું છુ .ં મને એમના દિલની સચ્ચાઈ વિશે કશો સંદેહ નથી. હં ુ એમના હે તુઓ પર શંકા ઉઠાવતો નથી. પરં તુ એમણે જ ે વિનાશકારી મત પ્રસ્થાપિત કર્યો એમ કહે વાય છે, તેની સામે ઉગ્ર વિરોધ ઉઠાવવાને હં ુ મારું કર્તવ્ય સમજુ ં છુ .ં ’ લાલાજીના આ લેખની એ કાળે ખૂબ ચર્ચા થઈ હતી. બાદમાં ગાંધીજીએ ‘મૉડર્ન રિવ્યૂ’ના ઑક્ટોબર માસના અંકમાં લાલાજીના આ લેખનો વિગતે જવાબ પણ આપ્યો હતો. જાન્યુઆરી માસમાં લાલાજીની ૧૫૨મી જન્મતિથિ આવી રહી છે, ત્યારે તેમના એ લેખ અને ગાંધીજીના વળતા જવાબને અક્ષરશઃ અહીં મૂક્યો છે…
સત્યથી મોટો કોઈ ધર્મ નથી, અને अहिंसा परमो કર્યો એટલું જ નહીં, પણ બીજી બધી બાબતોના
धर्मःથી વધારે ઉદાત્ત બીજો કોઈ આચાર નથી. જો કોઈ મનુષ્ય અહિં સાને બરાબર સમજ ે અને તેને સાચી રીતે જીવનમાં ઉતારે , તો તે સંત અને વીર બની જાય. પરં તુ જો માણસ એનો અવળો અર્થ કરે અને એને આચારમાં મૂકવામાં ભૂલ કરે તો તેને લીધે તે કાયર, નામર્દ, નીચ અને મૂર્ખ બની જાય. એવો સમય હતો કે જ્યારે હિં દના લોકો આ સૂત્રને બરાબર સમજતા હતા અને તેનો અમલ પણ યોગ્ય રીતે કરતા હતા અને તે વખતે તેઓ સત્યવાદી, ઉદાત્ત અને વીર હતા. પછી એવો સમય આવ્યો કે જ્યારે કેટલાક ભલા લોકો, જ ેમનો આશય સો ટકા સારો હતો અને જ ેઓ બીજી રીતે સંત પ્રકૃ તિના હતા તેમણે, અહિં સાને ધૂન બનાવી મૂકી. તેને બધા સદ્ગુણો કરતાં ઊંચે સ્થાને ગોઠવી, એટલું જ નહીં પણ એને પવિત્ર જીવનની એકમાત્ર કસોટી બનાવી મૂકી. એમણે એનો અતિરે ક માત્ર પાતાના જીવનમાં 436
ભોગે અેને રાષ્ટ્રીય સદ્ગુણનું સ્થાન આપ્યું. એટલે જ ે સદ્ગુણોથી મનુષ્ય તેમ જ રાષ્ટ્ર ઉદાત્ત બને છે તે સઘળા સદ્ગુણો બાજુ પર ધકેલી મૂકવામાં આવ્યા અને તેમના મત પ્રમાણે સજ્જનતાની શ્રેષ્ઠ કસોટી તરીકે, આ અહિં સાની આગળ તેમને ગૌણ બનાવી દેવામાં આવ્યા. હિં મત, વીરતા અને શૌર્ય, આ બધા ગુણો નામશેષ થઈ ગયા. પ્રતિષ્ઠા અને સ્વમાનનું મહત્ત્વ ઘટી ગયું. દેશભક્તિ, દેશપ્રેમ, કુ ટુબપ્રે ં મ અને પોતાની જાતિનું અભિમાન, એ બધા ગુણો ભૂંસાઈ ગયા. અહિં સાનો આવો વિકૃ ત અથવા અનુચિત ઉપયોગ થયો; અથવા બીજી બધી વસ્તુઓને ભોગે એને અતિશય મહત્ત્વ આપવામાં આવ્યું. તેને લીધે જ હિં દુઓનું સામાજિક, રાજકીય અને નૈતિક અધઃપતન થયું. લોકો ભૂલી ગયા કે મરદાનગીનો ગુણ અહિં સાના ગુણ જ ેટલો જ મહત્ત્વનો છે. ખરું જોતાં મરદાનગી અને અહિં સાના [ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
ગુણો વચ્ચે કોઈ જાતની વિસંગતતા નથી, માત્ર એટલું જ કે અહિં સાનો ઉપયોગ યોગ્ય રીતે થવો જોઈએ. તેઓ ભૂલી ગયા કે વ્યક્તિના તેમ જ રાષ્ટ્રના હિતને ખાતર એટલું આવશ્યક છે કે નબળાને જબરાની સામે રક્ષણ આપવું જોઈએ અને આક્રમણ કરનાર, બીજાની મિલકત પચાવી પાડનાર, ચોર અને દુષ્ટ, કામાંધ અને સ્ત્રીઓની લાજ લૂંટનારા લફં ગાઅો, ગુંડાઅો અને ઠગો, આ બધાને સમાજ ઉપર અન્યાય કરતા અને જુ લમ કરતા રોકવા જોઈએ. સાત્ત્વિક ક્રોધ અને એમાંથી નીપજતાં પરિણામોના ભયથી, પાપી મનોવૃત્તિવાળા લોકોનો આત્મા, નિર્દોષ લોકોને હાનિ કરતો, પવિત્રતાનો ભંગ કરતો અને બીજાઓના ન્યાયી હક્કો છીનવી લેતો અટકે, એ માનવજાતિના રક્ષણ માટે જરૂરનું છે એ હકીકત તેઓ ભૂલી ગયા. તેઓ એ સત્યની મહત્તા અને ભવ્યતા ન સમજી શક્યા કે જ ે કોઈ દુષ્ટતા, જુ લમ અને અત્યાચારને બળાત્કારે પ્રભુત્વ મેળવવા દે છે અથવા તેને સહી લે છે, તે એક રીતે એના પાપનો ભાગીદાર બને છે અને તેને પ્રોત્સાહન આપે છે, અને તેથી કેટલેક અંશે તે બૂરાઈ કરનાર વ્યક્તિના ઉત્કર્ષ અને તાકાતમાં વધારો કરવાનું નિમિત્ત બને છે. અહિં સાનો અતિરે ક અને એનો દુરુપયોગ જીવનમાં એવો સડો પેદા કરે છે કે તેનું ઝેર સમસ્ત સમાજમાં વ્યાપી જાય છે. એને લીધે મનુષ્યની શક્તિઓ ક્ષીણ થઈ જાય છે અને પુરુષો તેમ જ સ્ત્રીઓ એવાં અર્ધપાગલ, ચક્રમ અને દુર્બળ પ્રાણીઓ બની જાય છે કે તેઓ એવાં કોઈ પણ કામો ધગશપૂર્વક કરવાને લાયક રહે તાં નથી જ ેમાં ઉદાત્ત ઉદ્દેશ રાખી ઉદાત્ત ગુણોનો આશ્રય લેવાની જરૂર પડે છે. એને લીધે મનુષ્યો ધૂની અને કાયર બની જાય છે. જ ૈન ધર્મના સ્થાપકો સંતપુરુષો હતા. તેમણે જીવનમાં ત્યાગ અને તપશ્ચર્યાનું વ્રત લીધું હતું. नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
એમના અનુયાયીઓ, જ ૈન સાધુઓ, અત્યંત સાધુચરિત લોકો છે, જ ેમણે ઇન્દ્રિયોને અને મનના વિષયોને તથા વિકારોને જીતવામાં વધારે માં વધારે સફળતા મેળવેલી છે. ટૉલ્સ્ટૉયે ઉપદેશેલી અહિં સાથી ભારતવર્ષના લોકો ત્રણ હજાર વર્ષથી પરિચિત છે અને તેઓ એનું આચરણ કરતા આવ્યા છે. આ પૃથ્વી ઉપર એવો એક પણ દેશ નથી જ ેમાં હિં દુસ્તાનના જ ેટલા અહિં સાને વરે લા અને અહિં સામાં આટલી ઊંડી શ્રદ્ધા ધરાવતા લોકો હોય. અને આવા અહિં સાવાદીઓ આ દેશમાં સેંકડો વર્ષથી વસે છે. તેમ છતાં આ પૃથ્વી ઉપર એવો એક પણ દેશ નથી જ ે ભારત દેશ અત્યારે અથવા છેલ્લાં પંદરસો વર્ષથી છે તેટલો પદદલિત અને મરદાનગીના ગુણોથી વંચિત હોય. કેટલાક એવું કહે શે કે આ અધોગતિ અહિં સાને લીધે નથી થઈ. પરં તુ બીજા સદ્ગુણો છોડી દેવાને લીધે થઈ છે. પરં તુ હં ુ ભાર દઈને એમ કહે વા માગું છુ ં કે आनुं ओछामां ओछुं एक कारण આ સત્ય સિદ્ધાંતની વિકૃ તિ છે, જ ેને પરિણામે ભારતના લોકોએ સ્વાભિમાન, શૂરવીરતા અને સદ્ગુણોનો માર્ગ ત્યજી દીધો છે. સૌથી ખરાબ વસ્તુ તો એ છે કે જ ે લોકો આ સિદ્ધાંતમાં પોતાને અવિચળ વિશ્વાસ છે એવો દાવો કરે છે તેઓના પોતાના આચરણથી જ એવું સાબિત થઈ જાય છે કે આવા સત્યના વિપરીત આચરણથી જીવનમાં દંભ, નિવીર્યતા અને નિર્દયતા આવ્યા વિના રહે તી નથી. મારો જન્મ એક જ ૈન કુ ટુબ ં માં થયેલો છે. મારા પિતામહને અહિં સામાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. તેઓ સાપ પોતાને કરડે તો કરડવા દે, પણ તેને મારે નહીં એવા ચુસ્ત અહિં સાવાદી હતા. તેઓ કીડી-મંકોડીને પણ હાનિ પહોંચવા દેતા નહીં અને કલાકો સુધી ધાર્મિક કામોમાં મચ્યા રહે તા. બાહ્ય રીતે જોઈએ તો તેઓ ઘણા જ ધર્મપરાયણ વ્યક્તિ હતા, એમના સમાજમાં એમનું સ્થાન ઊંચું હતું 437
જૈનોએ
અહિં સાને
તેના
આત્યંતિક
સ્વરૂપમાં
આચરી બતાવી છે, તેમ છતાં તેઓ કોઈ પણ રીતે
બીજી કોમો કરતાં વધારે સારા નથી અથવા કહો કે નૈતિક રીતે ચડિયાતા નથી. ખરી વાત એ છે કે ગુંડાગીરી અને બળના અન્ય પ્રકારના પ્રદર્શનને
કારણે સૌથી વધારે નુકસાન આ લોકો વેઠે છે, કારણ કે પોતાની પરંપરાગત ભીરુ તા અને બળ-
પ્રયોગ પ્રત્યેની ઘૃણાને લીધે તેઓ બીજા લોકો કરતાં વધારે અસહાયતા અનુભવે છે
અને લોકો તેમને બહુ માન આપતા. એમના એક ભાઈ સાધુ હતા. તેઓ એક ધાર્મિક આચાર્ય હતા અને પોતાના સંપ્રદાયના સંમાનીય નેતા હતા. તેઓ એક ઉચ્ચ કોટિના શ્રમણ હતા. એમના જ ેવા સાધુઓ મેં ખૂબ ઓછા જોયા છે. તેઓ પોતાના સિદ્ધાંતોનું પૂરેપૂરું પાલન કરતા અને તપશ્ચર્યા કરવામાં તથા વાસનાઓ અને તૃષ્ણાઓને કાબૂમાં રાખવામાં ખૂબ જ મોખરાને સ્થાને હતા. તેમ છતાં નીતિધર્મના સર્વોચ્ચ માપદંડની દૃષ્ટિએ એમનું જીવન વ્યર્થ અને અસ્વાભાવિક હતું. મને એમને માટે પ્રેમ હતો અને હં ુ તેમને માન પણ આપતો. તેમ છતાં હં ુ તેમના સિદ્ધાંતો પ્રમાણે વર્તી શકતો નહોતો, તેમ તેમણે પણ હં ુ એ પ્રમાણે વર્તું એવી ચિંતા કોઈ દિવસ કરી નહોતી. પરં તુ એમના ભાઈ, એટલે મારા સગા દાદા, જુ દી જ માટીના હતા. તેઓ અહિં સામાં માનતા ખરા પરં તુ પેલી વિકૃ ત અહિં સામાં, જ ેમાં कोई पण संजोगोमां कोई पण प्राणीनो जीव लेवानो निषेध छे; પરં તુ પોતાના વેપારધંધામાં સર્વ પ્રકારનો પ્રપંચ કરતાં તેઓ અચકાતા નહીં. તેને તેઓ વાજબી જ નહીં, પણ સારો ગણતા. તેઓ માનતા કે અમારા વેપારના નીતિશાસ્ત્ર પ્રમાણે આવો પ્રપંચ કરવામાં 438
કશો બાધ નથી. મેં આ ધર્મના એવા અનેક અનુયાયીઓ જોયા છે, જ ેઓ સગીર બાળકો અને વિધવાઓ સાથેના વ્યવહારમાં એમના મોઢામાંથી ખોરાકનો છેલ્લો કોળિયો ઝૂંટવી લેશે, પરં તુ જૂ જ ેવાં જંતુઓ, પંખીઓ અથવા અન્ય પ્રાણીઓની હિં સા થવાનો ભય ઊભો થતાં એમને બચાવવા માટે હજારો રૂપિયા ખર્ચી નાખશે. મારા કહે વાનું તાત્પર્ય એ નથી કે હિં દુસ્તાનમાં જ ૈનો, હિં દુઓ કરતાં કોઈ રીતે વધારે અનીતિમાન છે. હં ુ એમ પણ કહે વા નથી માગતો કે આ પ્રકારનું અનીતિમય આચરણ અહિં સામાંથી જન્મે છે. આવો પાયા વગરનો આક્ષેપ કરવાનો મને વિચાર સરખો આવતો નથી. જ ૈનો એમની રીતે એક મહાન કોમ છે. તેઓ દાની છે, આતિથ્યપ્રિય છે, ચતુર અને દક્ષ વેપારીઓ છે. હિં દુઓની કેટલીક અન્ય કોમોમાં પણ આ ગુણો છે. મારા કહે વાનો આશય એ છે કે જ ૈનોએ અહિં સાને તેના આત્યંતિક સ્વરૂપમાં આચરી બતાવી છે, તેમ છતાં તેઓ કોઈ પણ રીતે બીજી કોમો કરતાં વધારે સારા નથી અથવા કહો કે નૈતિક રીતે ચડિયાતા નથી. ખરી વાત એ છે કે ગુંડાગીરી અને બળના અન્ય પ્રકારના પ્રદર્શનને કારણે સૌથી વધારે નુકસાન આ લોકો વેઠ ે છે, કારણ કે પોતાની પરં પરાગત ભીરુતા અને બળ-પ્રયોગ પ્રત્યેની ઘૃણાને લીધે તેઓ બીજા લોકો કરતાં વધારે અસહાયતા અનુભવે છે, તેઓ ન તો પોતાનું રક્ષણ કરી શકે છે, ન તો પોતાના પ્રિયજનો અને નિકટના સંબંધીઓની રક્ષા કરી શકે છે. યુરોપ, બળના દેવી અધિકારનો આધુનિક અવતાર છે. યુરોપમાં ટૉલ્સ્ટૉય જ ેવા એક પુરુષનો જન્મ થયો એ શુભ નિશાની છે. પરં તુ હિં દુસ્તાનની વાત જુ દી છે. હિં દુસ્તાનમાં આપણે જુ લમ કરવાના, બીજા લોકોના અધિકાર છીનવી લેવાના કે આક્રમણ કરવાના હે તુઓ માટે બળ અને હિં સાની હિમાયત કરતા [ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
નથી. મને વિશ્વાસ છે કે હિં દુસ્તાન આવી સ્થિતિએ કદી પહોંચશે નહીં. પરં તુ જો આપણને એમ શીખવવામાં આવે કે સ્વબચાવ માટે અથવા, પોતાના કે પોતાની પત્નીઓ, બહે નો, દીકરીઓ અને માળાઓના શીલની રક્ષા માટે પણ વાજબી બળનો ઉપયોગ કરવો એ પાપ છે, તો તે વાત આપણને પાલવે તેમ નથી. આવો ઉપદેશ અસ્વાભાવિક અને હાનિકારક છે. કોઈ કાયદેસરનો હે તુ સિદ્ધ કરવા માટે જો ગેરકાયદેસર બળ વાપરવામાં આવતું હોય, તો તેને આપણે જરૂર ધુતકારી કાઢીએ. પરં તુ જ્યારે એક મોટા અને માનવંતા ગૃહસ્થ આપણા નવજવાનોને એમ કહે કેૹ “જ ેમનું રક્ષણ કરવાની આપણી જવાબદારી છે તેમનું શીલ જોખમમાં હોય ત્યારે એવો શીલભંગ કરવા તૈયાર થયેલા લોકોના હાથમાં આપણી જાતને મૂકી દઈએ ત્યારે જ આપણે આપણાં સ્વજનોના શીલનું રક્ષણ કરી શકીએ” અને “આમ કરવામાં સામા પક્ષ ઉપર પ્રહાર કરવા કરતાં પણ ઘણી વધારે શારીરિક અને માનસિક હિં મતની જરૂર પડે છે” ત્યારે આપણાથી ચૂપ બેસી રહે વાય નહીં. ધારો કે કોઈ ગુંડો આપણી દીકરી પર આક્રમણ કરી રહ્યો છે. શ્રી ગાંધી કહે છે કે એમની અહિં સાની કલ્પના પ્રમાણે આપણી દીકરીના શીલનું રક્ષણ કરવાનો એકમાત્ર ઉપાય એ છે કે આપણે આપણી દીકરી અને એને રં જાડનારની વચ્ચે જઈ ને ઊભા રહે વું. પરં તુ ધારો કે એ ગુંડો આપણને પાડી નાખે અને પોતાના દુષ્ટ ઇરાદાને અમલમાં મૂકે, તો આપણી દીકરીના શા હાલ થાય? શ્રી ગાંધી કહે છે કે ગુંડાની તાકાત સામે આપણી તાકાત અજમાવીને એને રોકવામાં જ ેટલી માનસિક અને શારીરિક વીરતાની જરૂર પડે તેના કરતાં શાંત ઊભા રહીને તેને તેનાથી થાય તે કરી લેવા દેવામાં અધિક માનસિક અને શારીરિક વીરતાની જરૂર પડે છે. શ્રી ગાંધી માટે नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
શ્રી ગાંધી માટે મને ઘણું માન છે તેમ છતાં હું કહું
છુ ં કે આનો કશો અર્થ નથી. શ્રી ગાંધીના વ્ય�ક્તત્વને માટે મને અત્યંત આદરભાવ છે. હું
જે લોકોને પૂજનીય સમજુ ં છુ ં તેમાંના એક તરીકે
તેમને માનું છુ ં. મને એમના દિલની સચ્ચાઈ વિશે કશો સંદેહ નથી. હું એમના હે તુઓ વિશે પણ
શંકા ઉઠાવતો નથી. પરંતુ એમણે જે વિનાશકારી
મત પ્રસ્થાપિત કર્યો એમ કહે વાય છે, તેની સામે ઉગ્ર વિરોધ ઉઠાવવાને હું મારુ ં કર્તવ્ય સમજુ ં છુ ં
મને ઘણું માન છે તેમ છતાં હં ુ કહં ુ છુ ં કે આનો કશો અર્થ નથી. શ્રી ગાંધીના વ્યક્તિત્વને માટે મને અત્યંત આદરભાવ છે. હં ુ જ ે લોકોને પૂજનીય સમજુ ં છુ ં તેમાંના એક તરીકે તેમને માનું છુ .ં મને એમના દિલની સચ્ચાઈ વિશે કશો સંદેહ નથી. હં ુ એમના હે તુઓ વિશે પણ શંકા ઉઠાવતો નથી. પરં તુ એમણે જ ે વિનાશકારી મત પ્રસ્થાપિત કર્યો એમ કહે વાય છે, તેની સામે ઉગ્ર વિરોધ ઉઠાવવાને હં ુ મારું કર્તવ્ય સમજુ ં છુ .ં આ વિષયમાં ગાંધી જ ેવી મહાન વ્યક્તિને પણ ભારતના નવજુ વાનોનાં મગજમાં ઝેર રે ડવા નહીં દેવાય. રાષ્ટ્રની જનશક્તિના ઝરણને અપવિત્ર કરવાની સ્વતંત્રતા કોઈને પણ આપવી નહીં જોઈએ. ઈશુ ખ્રિસ્ત તો બાજુ એ રહ્યા, પણ ખુદ બુદ્ધ ભગવાને પણ આવો ઉપદેશ આપ્યો નથી. હં ુ તો માનું છુ ં કે ખુદ જ ૈનો પણ આટલી હદ સુધી નહીં જશે. અરે ! આવી સ્થિતિમાં તો માનભર્યું. જીવન જીવવું જ અશક્ય થઈ પડે. જ ે માણસ આવો મત ધરાવતો હોય તે કોઈ પણ માણસને મન ફાવે તેમ વર્તતાં દૃઢતાપૂર્વક અટકાવી નહીં શકે. તો પછી શ્રી ગાંધીએ દક્ષિણ આફ્રિકામાંથી હિં દીઓને કાઢી મૂકવાની ગોરા 439
લોકોએ લાંબા વખતથી જ ે ઇચ્છા કરી હતી તેની વિરુદ્ધ બળવાનો ઝંડો ઉઠાવીને એ લોકોની લાગણી શા માટે દુભાવી હતી? તર્કયુક્ત વાત કરીએ તો જ ેવી દક્ષિણ આફ્રિકાના લોકોએ હિં દીઓને કાઢવાની ઇચ્છા જાહે ર કરી કે તરત જ તેમણે ગાંસડાંપોટલાં ઉપાડીને એ દેશમાંથી ચાલી નીકળવું જોઈતું હતું, અને પોતાના દેશબંધુઓને પણ એ જ પ્રમાણે વર્તવાની સલાહ આપવી જોઈતી હતી, કેમ કે એવા સંજોગોમાં કોઈ પણ પ્રકારનો પ્રતિરોધ જ હિં સા થઈ બેસત. આખરે તો તમામ શારીરિક હિં સા માનસિક હિં સામાંથીજ પેદા થતી હોય છે. જો કોઈ ચોર અથવા લૂંટારાને અથવા કોઈ પણ શત્રુને ભગાડી મૂકવાનો વિચાર કરવો એ પાપ હોય તો તેનો બળથી સામનો કરવો એ તો એથીયે મોટુ ં પાપ ગણાય. વાત દેખીતી રીતે જ એટલી બેહૂદી છે કે મને શ્રી ગાંધીના ભાષણનો રિપોર્ટ
સાચો હશે કે કેમ તેની શંકા કરવાનું મન થાય છે. પરં તુ છાપાવાળા આ ભાષણ ઉપર છૂટથી ટીકા કરી રહ્યા છે અને શ્રી ગાંધીએ હજી સુધી એનો રદિયો આપ્યો નથી. એ ગમે તે હોય, મને લાગે છે કે જ્યાં સુધી આ ભાષણનો રદિયો ન અપાય અથવા ખુલાસો ન થાય, ત્યાં સુધી મારાથી ચૂપ નહીં બેસી રહી શકાય અને આ સિદ્ધાંત એક અસંદિગ્ઘ ઉદાત્ત સત્ય છે અને તે ભારતના યુવાનોએ અનુસરવા જ ેવું છે એવી માન્યતા ફે લાવા નહીં દઈ શકાય. શ્રી ગાંધી એક કાલ્પનિક પૂર્ણતાની દુનિયા ઊભી કરવા માગે છે. અલબત્ત, એમ કરવાને તેઓ સ્વતંત્ર છે અને બીજાઓને પણ એ પ્રમાણે કરવાનું કહે વાની એમને સ્વતંત્રતા છે. પરં તુ એ જ રીતે એમની ભૂલ બતાવવી એ મારું કર્તવ્ય છે એમ હં ુ સમજુ ં છુ .ં [મૂળ અંગ્રેજી] ગાં. અ. ૧૩, ૫૩૦–૫૩૩
અહિં સા વિશે લાલા લજપતરાયને જવાબ મો. ક. ગાંધી ઑક્ટોબર, ૧૯૧૬
મેં અહિં સા વિષે ખરે ખર શું કહ્યું હતું તેની ખાતરી
લાલા લજપતરાયે પ્રથમ કરી હોત, તો ‘મૉડર્ન રિવ્યૂ’ના જુ લાઈના અંકમાં પ્રગટ થયેલી તેમની ટીકા પ્રકાશમાં આવી ન હોત. લાલાજી વાજબી રીતે પ્રશ્ન પૂછ ે કે જ ે વિચારો મારા જણાવેલા કહે વાય છે તે મેં રજૂ કરે લા કે કેમ? તે કહે છેૹ જો તે વિચારો મારા ન હતા તો મારે તેનો ઇનકાર કરવો જોઈતો હતો. પહે લાં તો, વિવાદગ્રસ્ત કથનનો હે વાલ 440
જ ે પત્રોમાં છપાયો છે તે પત્રો તથા જ ે પત્રોમાં મારા બોલવા ઉપર ટીકા કરવામાં આવી છે તે મેં હજી સુધી જોયાં નથી. બીજુ ,ં મારે કહે વું જોઈએ કે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થતાં મારાં ભાષણોના હે વાલોમાં રહી જતી ભૂલો સુધારવાનું હં ુ માથે લઈ શકતો નથી. લાલાજીનો લેખ ગુજરાતી છાપાંઓમાં અને ચોપાનિયાંઓમાં ઘણી વાર ટાંકવામાં આવ્યો છે; અને તેથી મારું વલણ સમજાવવું મને વાજબી જણાય છે. તેમના પ્રતિ, યોગ્ય સદ્ભાવ રાખી, મારે [ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
તેમની સાથે બાથ ભીડવી પડશે. તેઓ કહે છે કે અહિં સાવાદને અત્યંત ઊંચું પદ આપવાથી હિં દની અધોગતિ થઈ છે. અહિં સાના અતિશય સેવનનો સમય અને પુરુષને છાજ ે તેવા ગુણોથી રહિત થવાનો સમય એક જ હતો એમ માનવાને ઐતિહાસિક આધાર હોય એમ જણાતું નથી. છેલ્લાં પંદરસો વર્ષ દરમિયાન, આપણે પ્રજા તરીકે શારીરિક બળનો પૂરતો પુરાવો આપ્યો છે; પરં તુ અંદર અંદરના કલહે આપણને વીંખી ખાધા છે, અને આપણા ઉપર સ્વદેશ પ્રેમની સત્તાને બદલે સ્વાર્થની સત્તા વ્યાપી રહી છે. એટલે ધર્મની ભાવનાને બદલે આપણે અધર્મની ભાવનાથી દોરાયા છીએ. જ ૈનો ઉપરનો નામર્દાઈનો આરોપ કેટલે અંશે સત્ય ઠરશે એ હં ુ કહી શકતો નથી. હં ુ તેઓનો પક્ષ લઈ બોલતો નથી. જન્મથી હં ુ વૈષ્ણવ છુ ,ં અને બાલ્યમાં જ મને અહિં સા શિખવાડવામાં આવી હતી. જ ેમ જગતના બીજા મોટા ધર્મોના ધર્મગ્થ રં ોમાંથી મેં ઘણો ધાર્મિક લાભ મેળવ્યો છે, તેમ જ ૈનના ધર્મગ્રંથોમાંથી પણ મેળવ્યો છે. સદ્ગત તત્ત્વજ્ઞાની રાયચંદ કવિ1—જ ેઓ જન્મથી જ ૈન હતા—તેઓના અંગત સમાગમથી મને ઘણો લાભ થયો છે. એટલે, અહિં સા વિષેના મારા વિચારો દુનિયાના ઘણાખરા ધર્મોના અભ્યાસનું પરિણામ છે; છતાં હવે તેનો આધાર આ ગ્રંથોના પ્રમાણ ઉપર જરા પણ રહ્યો નથી. તે મારા જીવનના અંગરૂપ છે. મેં જ ે ધર્મગ્રંથો વાંચ્યા છે, તેમાંથી જ ે અર્થ હં ુ કાઢતાં શીખ્યો છુ ં તેના કરતાં તેમાંથી જુ દો જ અર્થ નીકળે છે, એવું હવે કદી મને ઓચિંતું જણાય, તોપણ અહિં સાનો જ ે વિચાર હં ુ અહીં રજૂ કરવાનો છુ ,ં તેને જ વળગી રહીશ. આપણાં શાસ્ત્રો એમ બોધ કરતાં જણાય છે કે જ ે માણસ અહિં સાનું સંપૂર્ણતાથી ખરે ખર પાલન 1. શ્રીમદ્ રાજચંદ્ર
नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
કરે છે તેની આગળ દુનિયા પાણી ભરે છે. તે પોતાની આસપાસના વાતાવરણ ઉપર એટલી બધી અસર કરે છે કે સાપ અને બીજાં ઝેરી જંતુઓ પણ તેને હે રાન કરતાં નથી. એમ કહે વાય છે કે આસાઈના સેંટ ફ્રાંસિસનો આવો અનુભવ હતો. નકારાત્મક રૂપમાં અહિં સાનો અર્થ કોઈ પણ જીવંત પ્રાણીને શરીર કે મનથી ઈજા ન કરવી એ છે. એટલે અન્યાય કરનારના શરીરને નુકસાન ન પહોંચાડી શકાય, અથવા તેના પ્રતિ દ્વેષભાવ ન રાખી શકાય, અને તેમ કરીને તેને માનસિક વ્યથા પણ ન આપી શકાય. મારાં સ્વાભાવિક કર્મો—જ ે દ્વેષભાવથી જન્મેલાં હોતાં નથી—તેનાથી અન્યાય કરનારને થતી પીડાનો સમાવેશ આ કથનમાં થતો નથી. એટલે તેની પાસેથી બાળકને, જ ેને તે મારવા તૈયાર થયો છે—એમ આપણે કલ્પના કરીએ—તેને ખસેડી લેતાં અહિં સા મને અટકાવતી નથી. વાસ્તવિક રીતે જોતાં, મારે અહિં સાનું યોગ્ય પાલન કરવું હોય જ તો મારે અન્યાય કરનારની પાસેથી તેના ભોગ થઈ પડનાર બાળકને—જો હં ુ તેવા બાળકનો કોઈ પણ રીતે પાલક હોઉં તો—ખેંચી લેવો જોઈએ. એટલે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહીઓ માટે એ બહુ યોગ્ય હતું કે તેઓ, યુનિયન સરકાર જ ે દુઃખ તેઓને દેવા મથતી હતી, તેની સામે થયા. તેઓ સરકાર માટે કોઈ પણ પ્રકારનો દ્વેષભાવ ધરાવતા ન હતા. જ ે જ ે વખતે સરકારને તેઓની મદદની જરૂર પડતી તે તે વખતે મદદ કરી તેઓએ આ સાબિત કરી આપ્યું હતું. તેઓનો વિરોધ સરકારના હુકમોનો અનાદર કરવામાં હતો. તે એટલી હદ સુધી કે તેમ કરતાં સરકારના હાથે મરણ નીપજ ે તોપણ તે સહન કરી લેવું. અહિં સાના સેવકને પોતાને જ સમજીને દુઃખ સહન કરવાનું હોય છે, પરં તુ તે કહે વાતા અન્યાય કરનારને જાણીબૂજીને ઈજા કરી શકતો નથી. 441
અહિં સાના પાલનને અત્યંત શૌર્યની અપે�ા છે. અહિં સા સૈનિકના ગુણો કરતાં પણ અનંત રીતે
ચડિયાતી છે. જનરલ ગૉર્ડનનું એક જાણીતું પૂતળું છે: તેમાં તેના હાથમાં માત્ર લાકડી જ આપવામાં
આવી છે. પરંતુ જે સૈનિકને ર�ણ માટે એક
લાકડીની પણ જરૂર પડે છે, તે તેટલે અંશે સૈનિક ઓછો છે. સાચો સૈનિક છે તે છે કે જે મરવું કેમ
તે જાણે છે અને જે ગોળીઓના વરસાદમાં પણ જરાય ચસતો નથી
ભાવાત્મક (Positive) રૂપમાં, અહિં સાનો અર્થ વિશ્વવ્યાપી પ્રેમ અને અનહદ ઔદાર્ય થાય છે. હં ુ અહિં સાનો સેવક હોઉં, તો મારે મારા શત્રુ ઉપર પ્રેમ રાખવો જોઈએ. હં ુ જ ે નિયમ મારા અન્યાય કરનાર પિતાને કે પુત્રને લગાડુ ં તે જ નિયમ મારે અન્ય અન્યાય કરનારને—પછી તે મારો શત્રુ હોય કે અજાણ્યો માણસ હોય—તેને લાગુ પાડવો જોઈએ. આ ક્રિયાત્મક (Active) અહિં સામાં સત્ય અને નિર્ભયતાનો અવશ્ય સમાવેશ થઈ જાય છે. માણસ પ્રેમપાત્ર વ્યક્તિને છેતરી શકતો નથી. તે તેનાથી બીતો નથી તેમ તેને બિવડાવતો નથી. અભયદાન સર્વ દાનોમાં શ્રેષ્ઠ છે. જ ે માણસ ખરે ખર તે આપે છે, તેની પાસે સર્વ વિરોધ શમી જાય છે. જ ે પોતે ભયગ્રસ્ત છે તે અભયદાન આપી શકતો નથી. માટે, તેણે પોતે જ નિર્ભય થવું જોઈએ. એટલે, અહિં સાનું સેવન અને ભીરુતા એકસાથે હોઈ શકતાં નથી. અહિં સાના પાલનને અત્યંત શૌર્યની અપેક્ષા છે. અહિં સા સૈનિકના ગુણો કરતાં પણ અનંત રીતે ચડિયાતી છે. જનરલ ગૉર્ડનનુ1ં એક જાણીતું પૂતળું 1. ખાર્ટૂમના લૉર્ડ ગૉર્ડન (૧૮૩૩-૮૫), ‘એક અંગ્રેજ સૈનિક અને પ્રશાસક; સુદાનના ગવર્નર જનરલ’ 442
છેૹ તેમાં તેના હાથમાં માત્ર લાકડી જ આપવામાં આવી છે. પરં તુ જ ે સૈનિકને રક્ષણ માટે એક લાકડીની પણ જરૂર પડે છે, તે તેટલે અંશે સૈનિક ઓછો છે. સાચો સૈનિક છે તે છે કે જ ે મરવું કેમ તે જાણે છે અને જ ે ગોળીઓના વરસાદમાં પણ જરાય ચસતો નથી. આવો એક અંબરીષ હતો. દુર્વાસાએ તેને બહુ પજવ્યો, છતાં તેણે આંગળી સરખી પણ ઉગામી નહીં; પણ પોતે મક્કમ જ રહ્યો. ફ્રેંચ તોપચીઓ મૂર લોકોનો ઘાણ કાઢતા હતા. પરં તુ તેઓ “યા અલ્લાહ”નો ઘોષ કરતા તોપના મોઢા સામે ધસ્યા હતા. તેઓનું શૌર્ય ઘણે અંશે અંબરીષના જ ેવું જ હતું; પરં તુ હતાશ થવાથી જન્મ્યું હતું; જ્યારે અંબરીષનું શૌર્ય પ્રેમનું ફળ હતું. છતાં મૂર લોકોના શૌર્યે, તેઓની મરણ માટેની તત્પરતાએ, તોપચીનો પરાજય કર્યો. તોપચીઓ હર્ષઘેલા બન્યા; તેઓએ પોતાની ટોપીઓ ઉરાડી, તોપ ફોડવી બંધ કરી, અને પોતાના અત્યાર લગણના શત્રુને મિત્ર ગણી ભેટ્યા. અને તેવી જ રીતે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહીઓ, હજારોની સંખ્યામાં, તુચ્છ શારીરિક સુખ માટે સ્વમાન ન વેચતાં, મરવા તૈયાર થયા હતા. આ અહિં સા ક્રિયાત્મક રૂપવાળી છે. તે કદી પણ સ્વમાનનું વેચાણ કરતી નથી. શસ્ત્રથી જ બની શકે તેટલું રક્ષણ કરવા તૈયાર થયેલ પુરુષના કરતાં અહિં સાના સેવક પાસેથી એક નિરાધાર બાળાને વધારે સારું અને વધારે વાસ્તવિક રક્ષણ મળશે. રક્ષણ કરનાર અહિં સાનો સેવક હશે તો જુ લમગાર તેના મૃત શરીર ઉપર થઈને જ તેની પાસે જઈ શકશે; પરં તુ રક્ષણ કરનાર શસ્ત્રબદ્ધ પુરુષ હશે તો જુ લમગારને તેનો માત્ર પરાભવ જ કરવો રહે શે; કારણ કે એમ માની લેવાયું છે કે તેવા પુરુષ પોતાનું જડ બળ ચાલે ત્યાં સુધી લડે, તો તેણે સ્વધર્મ પાળ્યો કહે વાય. અહિં સાનો સેવક છે તો જુ લમગારના શરીરની જ [ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
કાર્યો દ્વેષથી, ભીરુતાથી કે ડરથી પ્રેરાયેલાં છે. ગાય કે દેશ માટેનો પ્રેમ તો નામનો જ છે, પરં તુ આવી પ્રવૃત્તિ ડંખી સ્વભાવને અથવા પોતાના ગર્વને તૃપ્ત કરવા માટે યોજાયેલી હોય છે. અહિં સા, મારા નમ્ર મત પ્રમાણે, રીતસર સમજવામાં આવે તો તે ઐહિક તેમ પારલૌકિક, સર્વ દુઃખોને મટાડવા માટે ચિંતામણિ રૂપ છે. તેનું અતિશય સેવન કરવું શક્ય નથી. અત્યારે તો આપણે તેનું જરા પણ સેવન કરતા નથી. અહિં સા બીજા ગુણોના સેવનની આડે નથી આવતી. પરં તુ અહિં સાનું પ્રાથમિક રૂપે પણ સેવન થઈ શકે તે પૂર્વે બીજા ગુણોનું સેવન આવશ્યક છે. મહાવીર અને બુદ્ધ સૈનિકો હતા; તેમ જ ટૉલ્સ્ટૉય પણ હતા. તેઓને જ પોતાની પ્રવૃત્તિનું ગંભીર સ્વરૂપ યથાર્થ રીતે ખ્યાલમાં આવ્યું હતું. તેઓ જ યોગ્ય, સુખી, ઉદાત્ત અને દૈવી જીવનનું રહસ્ય મેળવી શક્યા હતા. આપણે આ ઉપદેશકોના સહભાગી બનશું, તો આપણો દેશ ફરીથી પાછો દેવોનું નિવાસસ્થાન બનશે.
સામે પોતાના આત્માને જ ઊભો કરે છે, એટલે જુ લમગારનો આત્મા જાગે એવી વકી રહે છે, અને—તે બાળાના અંગત શૌર્યનો વિચાર બાજુ એ રાખીએ તો—તેના શીલનું રક્ષણ થવાનો જ ેટલો સંભવ આવા સંજોગમાં રહે છે તેટલો બીજા કોઈ પણ કલ્પી શકાય એવા સંજોગમાં રહે તો નથી. આપણે આજ ે નામર્દ છીએ, તેનું કારણ આપણને પ્રહાર કરતાં આવડતું નથી એ નથી, પરં તુ આપણે મરતાં ડરીએ છીએ, એ છે. જ ે મરણની ભીતિથી, ખરો કે ખોટો ભય આવતાં, નાસી જાય છે, છતાં જ ે હર ઘડી એમ ઇચ્છે છે કે બીજો કોઈ પુરુષ ડરાવનાર પુરુષો નાશ કરી ભયને દૂર કરે , તે જ ૈન ધર્મના પ્રચારક મહાવીરનો કે બુદ્ધનો કે વેદનો અનુયાયી હોઈ ન શકે. જ ે માણસ વ્યાપારમાં બીજાને છેતરીને તેનું ટીપે ટીપે લોહી ચૂસી તેનો પ્રાણ હરે છે, અથવા જ ે થોડીક ગાયોનું હથિયારથી રક્ષણ કરે છે, પરં તુ ખાટકીનો જીવ લે છે, અથવા જ ે સ્વદેશનું માની લીધેલું ભલું કરવા વાસ્તે કેટલાક અમલદારોનું ખૂન કરતાં અચકાતો નથી, તે અહિં સાનો અનુયાયી હોઈ શકે નહીં. આ બધાં
મો. ક. ગાંધી [મૂળ અંગ્રેજી] ગાં. અ.ૹ ૧૩ ૨૭૧-૨૭૪
ગાંધીજી અને અન્ય : કે ટલાંક સંદર્ભ પુસ્તકો
ગાંધીજીનું ધર્મદર્શન લે. મ. જો. પટેલ, પ્રકાશક : ગુજરાત ગ્રંથ નિર્માણ બાૅર્ડ (શ્રીમદ્ રાજચંદ્ર, હે નરી ડેવિડ થૉરો, જ્હોન રસ્કિન અને કાઉન્ટ લિયો ટૉલ્સ્ટૉય સાથે ગાંધીજીનો પરિચય, વિચાર અને પ્રભાવ) આઇન્સ્ટાઈન અને ગાંધીજી લે. પ્રહલાદભાઈ ચુ. વૈદ્ય, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી લે. મુકુલભાઈ કલાર્થી, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ ગાંધીજીના સમકાલીનો લે. દશરથલાલ શાહ, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ ગાંધીજી અને પાંચ સાક્ષરો લે. ધીરુભાઈ ઠાકર, પ્રકાશક : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
443
વિનોબા વિશે વિનોબા ગાંધીજીના આદર્શ અને સિદ્ધાંતો શુદ્ધ અને સૂક્ષ્મરૂપે વ્યાપક અને વ્યવહારોપયોગી રીતે મૂકવાના પ્રયાસ જો કોઈએ દીર્ઘકાળ સુધી કર્યા તો તે વિનાબા ભાવેએ. વિનોબાના આ પ્રયાસ આપણે તેમના આધ્યાત્મિક, ધાર્મિક અને સામાજિક ચિંતનમાં અને ભૂદાન જ ેવી ચળવળમાં જોઈ શકીએ છીએ. ગાંધીજીના ખરા આધ્યાત્મિક વારસદાર તરીકે વિનોબાજી આ ઊંચાઈ સુધી પહોંચવાનું થયું તેમ છતાં, તેમનામાં કેટલાંક તત્ત્વો અગાઉથી જ રહ્યાં હતાં, અને એટલે જ ૨૨ વર્ષના વિનોબા નવા સવા આશ્રમવાસી બન્યા હતા ત્યારે તેમના વિશે ગાંધીજીના શબ્દો હતાૹ “આશ્રમનાં દુર્લભ રત્નોમાંના આ એક છે. તેઓ આશ્રમને જ પોતાના પુણ્યથી સીંચવા આવ્યા છે, પામવા નથી ૧૮૮૫ • ૧૯૮૨ આવ્યા, આપવા આવ્યા છે.” ગાંધીવિચારને નવા દૃષ્ટિકોણથી વ્યવહારોપયોગી અર્થઘટનો આપનારા વિનોબાજી પોતાની આત્મખોજની સફરને શબ્દોમાં ઉતારી છે. પોતાના વિશેનું આ સચોટ દર્શન વાચકને પણ સ્વખોજ તરફ લઈ જવા પ્રેરણારૂપ બને એવું છે.
હં ુ એક જુ દી જ દુનિયાનો માણસ છુ .ં મારી દુનિયા
નિરાળી છે. મારો દાવો છે કે મારી પાસે પ્રેમ છે. એ પ્રેમનો અનુભવ હં ુ સતત લઈ રહ્યો છુ .ં મારી પાસે મત નથી, મારી પાસે વિચાર છે. વિચારોનું આદાનપ્રદાન થાય છે. એને ચાર દીવાલ નથી હોતી, એ બંધાયેલા નથી હોતા. સજ્જનો સાથે વિચાર-વિમર્શ કરીને એમના વિચાર લઈ શકાય છે અને આપણા વિચારો એમને આપી શકાય છે. આમ વિચારોનો વિકાસ થતો રહે છે. એનો અનુભવ મને નિરં તર થાય છે. તેથી હં ુ કોઈ વાદી નથી. કોઈ પણ મને પોતાનો વિચાર સમજાવી દે અને કોઈ પણ મારો વિચાર તપાસી લે. પ્રેમ અને વિચારમાં જ ે શક્તિ છે, એ બીજા કશાયમાં નથી. કોઈ સંસ્થામાં નથી, સરકારમાં નથી, કોઈ જાતના વાદમાં નથી, શાસ્ત્રમાં નથી, શસ્ત્રમાં નથી. મારું માનવું છે કે શક્તિ પ્રેમ અને વિચારમાં જ છે. માટે પાક્કા મતોની અપેક્ષા મારી પાસે ન રાખશો, વિચારોની અપેક્ષા રાખજો. હં ુ પળેપળે બદલાતી વ્યક્તિ છુ .ં કોઈ પણ મારા પર આક્રમણ કરી પોતાનો વિચાર સમજાવી મને પોતાનો ગુલામ બનાવી શકે છે. પરં તુ વિચાર સમજાવ્યા વગર જ કોઈ પ્રયત્ન કરશે તો લાખ પ્રયાસ છતાં કોઈનીય સત્તા મારા ઉપર ચાલશે નહીં. 444
હં ુ કેવળ વ્યક્તિ છુ .ં મારા કપાળે કોઈ પ્રકારનું લેબલ લાગેલું નથી. હં ુ કોઈ સંસ્થાનો સભ્ય નથી. રાજનૈતિક પક્ષોનો મને સ્પર્શ નથી. રચનાત્મક સંસ્થાઓ સાથે મારો પ્રેમસંબંધ છે. હં ુ બ્રાહ્મણ તરીકે જન્મ્યો અને શિખા કાપીને બ્રાહ્મણનું મૂળિયું જ ઉખાડી નાખ્યું. કોઈ મને હિન્દુ કહે છે, પણ મેં સાત-સાત વાર કુ રાન-બાઇબલનું પારાયણ કર્યું છે, એટલે કે મારું હિન્દુત્વ ધોવાઈ જ ગયું. મારી વાતો લોકોને ગમે છે, કારણ કે મારાં કાર્યોનાં મૂળમાં કરુણા છે, પ્રેમ છે અને વિચાર છે. હં ુ એટલો બેભરોસાવાળો માણસ છુ ં કે આજ ે હં ુ એક મત વ્યક્ત કરીશ અને કાલે મને બીજો મત યોગ્ય લાગે તો તેને વ્યક્ત કરવામાં થોથવાઈશ નહીં. કાલનો હં ુ બીજો હતો, આજનો બીજો છુ .ં હં ુ પ્રતિક્ષણ ભિન્ન ચિંતન કરું છુ .ં હં ુ સતત બદલાતો જ આવ્યો છુ .ં દેશમાં અનેક વિચાર-પ્રવાહ કામ કરી રહ્યા છે, મને એનું બારીક નિરીક્ષણ કરવાની તક મળ્યા કરે છે, કારણ કે હં ુ જનતાના સીધા સંપર્કમાં રહં ુ છુ .ં જ્યાં સુધી મને લાગેવળગે છે ત્યાં સુધી એનું પરિણામ એ આવે છે કે હં ુ ખૂબ જ વધારે તટસ્થ બની રહ્યો છુ ં અને મને સમન્વયનું સતત ભાન રહે છે. મારો કોઈનીયે સાથે વાદ નથી. કોઈનો [ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
ભૂદાન ચળવળ સમયે રાજઘાટ પર સામૂહિક કાંતણ કાર્યક્રમ
અમસ્તો જ વિરોધ કરું એ મારા લોહીમાં નથી. બલકે, મારી સ્થિતિ તુકારામે કહ્યા જ ેવી છે— ‘વિરોધનું વચન મને સહન થતું નથી.’ હં ુ ‘સુપ્રીમ સિમેંટિગ ં ફૅ ક્ટર’ છુ ,ં કારણ કે હં ુ કોઈ પક્ષમાં નથી. પરં તુ આ તો મારું ‘નૅગેટિવ’ વર્ણન થઈ ગયું. મારું ‘પૉઝિટિવ’ વર્ણન તો એ છે કે બધા પક્ષોમાં જ ે સજ્જન છે, તેમના ઉપર મને પ્રેમ છે. તેથી હં ુ પોતાને ‘સુપ્રીમ ફૅ ક્ટર’ માનું છુ .ં આ મારું વ્યક્તિગત વર્ણન નથી. જ ે શખ્સ એવું કામ ઉઠાવે છે, જ ેના થકી હૃદય-પરિવર્તનની પ્રક્રિયાથી ક્રાંતિ થશે, એ એક દેશને માટે નહીં, બલ્કે બધા દેશોને માટે ‘સિમેંટિગ ં ફૅ ક્ટર’ થશે. મેં લૂઈ પાશ્ચરની એક તસવીર જોઈ હતી. તેની નીચે એક વાક્ય લખ્યું હતુંૹ ‘હં ુ તારો ધર્મ શું છે એ નથી જાણવા માગતો. તારા વિચારો શું છે તે પણ જાણવા નથી ઇચ્છતો. માત્ર એટલું જાણવા ચાહં ુ છુ ં કે તારું દુઃખ શું છે. તેને દૂર કરવામાં મદદ કરવા ચાહં ુ છુ .ં ’ આવું કામ કરનાર મનુષ્યની नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
ફરજ અદા કરે છે. મારો આવો જ પ્રયાસ છે. મારી એ જ ભાવના રહે છે કે સૌ મારા છે અને હં ુ સૌનો છુ .ં મારા દિલમાં એવી વાત નથી કે અમુકને હં ુ વધારે પ્રેમ કરું અને અમુકને ઓછો. મુહમ્મદ પેગંબરના જીવનમાં એક વાત આવે છે. અબુબકર વિશે મુહમ્મદસાહે બ કહે છે કે, હં ુ તેના ઉપર સૌ કરતાં વધારે પ્યાર કરી શકું છુ ,ં જો એક શખ્સ ઉપર બીજા શખ્સ કરતાં વધારે પ્યાર કરવાની મનાઈ ન હોય તો.’ એટલે કે ખુદા તરફથી એની મનાઈ છે કે એક ઉપર બીજા કરતાં વધુ પ્યાર કરીએ. આવી મનાઈ ન હોત તો અબુબકર ઉપર વધારે પ્રેમ કરત.’ આ જ મારા દિલની વાત છે. એટલે કે પ્રેમ કરવામાં હં ુ વેરોઆંતરો નથી રાખી શકતો. હં ુ ગુરુત્વનો સ્વીકાર નથી કરી શકતો! ‘એકબીજાની સહાયતા કરીએ, સૌ મળીને સુપંથ ઉપર ચાલીએ’—આ મારી વૃત્તિ છે. આમ હોવાથી ગુરુત્વની કલ્પના મને ઠીક લાગતી નથી. હં ુ ગુરુના મહત્ત્વને માનું છુ .ં ગુરુ એવા હોઈ શકે છે કે જ ે 445
પાયાના વિચારોમાં હવે નિશ્ચિંત છુ ં. કોઈ પણ
સમસ્યા મને ડરાવતી નથી. કોઈ પણ સમસ્યા,
પછી ભલે એ ગમે તેટલી મોટી કેમ ન હોય, મારી
સામે નાનકડી બનીને આવે છે. હું તેનાથી મોટો
બની જાઉં છુ ં. કોયડો ગમે તેટલો મોટો હોય, છતાં એ માનવીય છે, તો માનવીય બુદ્ધિથી ઉકેલી શકાય છે. તેથી મારી શ્રદ્ધા ડગી નથી જતી. એ દીવાલની જેમ ટટાર રહે છે
માત્ર સ્પર્શથી, દર્શનથી, વાણીમાત્રથી, એટલું જ નહીં પણ કેવળ સંકલ્પમાત્રથી શિષ્યનો ઉદ્ધાર કરી શકે છે. એવા પૂર્ણાત્મા ગુરુ હોઈ શકે છે. આમ છતાં હં ુ આને કલ્પનામાં જ માનું છુ .ં વાસ્તવમાં આવા કોઈ ગુરુને હં ુ જાણતો નથી. ‘ગુરુ’, આ બે અક્ષરો માટે મને અત્યંત આદર છે. પરં તુ એ બે અક્ષરો જ છે. આ બે અક્ષર હં ુ કોઈ પણ વ્યક્તિ માટે લાગુ ન કરી શક્યો અને કોઈ એ મારા પર લાગુ કરે , તો એ મારાથી સહન જ નથી થતું. જ્ઞાનની આ ચિનગારીની દાહક શક્તિની સામે વિશ્વની તમામ અડચણો ખાક થવી જ જોઈએ, આ વિશ્વાસના આધાર ઉપર નિરં તર જ્ઞાનોપાસના કરવામાં અને દૃષ્ટ જ્ઞાનનો પ્રસાર કરવામાં મારું આજ સુધીનું જીવન ખર્ચાયું છે. જો બેચાર જીવનને પણ તેનો સ્પર્શ થઈ જાય, તો મારું ધ્યેય સાકાર થઈ શકશે. હં ુ જ ે કોઈ પગલું માંડુ ં છુ ં તેનાં ઊંડાણમાં ઊતરીને મૂળ સુધી પહોંચ્યા વગર નથી રહે તો. મેં જિંદગીનાં ત્રીસ વર્ષ એકાંત ચિંતનમાં ગાળ્યાં છે. તેમાં જ જ ે સેવા થઈ શકી એ હં ુ નિરં તર કરતો રહ્યો. પરં તુ મારું જીવન નિરં તર ચિંતનશીલ રહ્યું. 446
જોકે હં ુ એને સેવામય બનાવવા ચાહતો હતો. સમાજમાં જ ે પરિવર્તન લાવવું જોઈએ, એનાં મૂળિયાંની છાનબીન માટેનું એ ચિંતન હતું. પાયાના વિચારોમાં હવે નિશ્ચિંત છુ .ં કોઈ પણ સમસ્યા મને ડરાવતી નથી. કોઈ પણ સમસ્યા, પછી ભલે એ ગમે તેટલી મોટી કેમ ન હોય, મારી સામે નાનકડી બનીને આવે છે. હં ુ તેનાથી મોટો બની જાઉં છુ .ં કોયડો ગમે તેટલો મોટો હોય, છતાં એ માનવીય છે, તો માનવીય બુદ્ધિથી ઉકેલી શકાય છે. તેથી મારી શ્રદ્ધા ડગી નથી જતી. એ દીવાલની જ ેમ ટટાર રહે છે, અથવા પડી જાય છે. ચાહે મેં આશ્રમોમાં રહીને કામ કર્યું હોય કે બહાર રહીને, મારી સામે મુખ્ય કલ્પના એ જ રહી છે કે આપણી સામાજિક કે વ્યક્તિગત બધા પ્રકારની મુશ્કેલીઓનું નિરસન અહિં સાથી શી રીતે થાય તેની ખોજ કરું . આ જ મારું મુખ્ય કામ છે અને તે માટે હં ુ તેલંગાણા ગયો હતો. જો એ હં ુ ટાળત તો એનો અર્થ એ જ થાત કે મેં અહિં સા અને શાંતિસેનાનું કામ કરવાની લીધેલી મારી પ્રતિજ્ઞા જ તોડી નાખી. સ્વરાજ્યપ્રાપ્તિ પછી તરત જ જ ે ઘટનાઓ આ દેશમાં ઘટી, એણે અહિં સાની આશાને ઘસારો પહોંચાડ્યો હતો. ખૂબ વધારે હિં સાની તાકાતો હિન્દુસ્તાનમાં ઊભરી આવી હતી. તેથી ગાંધીજીના ગયા પછી હં ુ એ ખોજમાં હતો કે અહિં સાની સામૂહિક પ્રતિષ્ઠા શી રીતે થાય. મારું માનસિક વલણ મહાવીરની પદ્ધતિ તરફ વધારે છે. પરં તુ મારું જ ે કામ ચાલ્યું, એ બુદ્ધ ભગવાનની ઢબે ચાલ્યું. આમ તો બંનેમાં કોઈ વિરોધ નથી. મહાવીરની રીત એ હતી કે કોઈ પ્રશ્ન હાથમાં લેવો છે, કોઈ વિચાર ફે લાવવો છે, એવી એમની દૃષ્ટિ નહોતી. એ જ્યાં જતા, વ્યક્તિઓ સાથે વાત કરતા, સામેવાળાનો વિચાર સમજી લેતા અને તેને જીવનમાં સમાધાન થાય એવો રસ્તો [ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
બતાવતા. જ ેની જ ે ગ્રંથ ઉપર શ્રદ્ધા હોય, એ ગ્રંથને આધારે સમજાવતા અને વળી કોઈની કોઈ પણ ગ્રંથ પર શ્રદ્ધા ન હોય તો ગ્રંથનો આધાર લીધા વગર જ સમજાવતા. આ રીતે અહિં સાનો મૂળભૂત વિચાર મધ્યસ્થ દૃષ્ટિ રાખીને સમજાવતા. બુદ્ધ ભગવાને અહિં સાનો વિચાર પ્રસારિત કરવા માટે સામાજિક સમસ્યાઓ હાથમાં લીધી. કોઈ આલંબન લેવું કે ન લેવું એ જુ દી વાત છે. પરં તુ એ આલંબનનો અર્થ સ્થૂળ થઈ જાય અને જ ે સૂક્ષ્મ વસ્તુના પ્રકાશ માટે એ હોય, તે જ ગૌણ થઈ જાય, આલંબન જ ચડી બેસે, જ ે વિચાર માટે એ લેવાયું છે એ વિચાર જ ઢંકાઈ જાય, તો ખતરો પેદા થઈ જાય છે. આલંબન ન લેવાથી વિચાર વીખરાઈ જાય છે. સદ્ભાવના અવ્યક્તરૂપે પ્રસરે છે, પરં તુ વિચાર અવ્યક્ત રૂપમાં ઘનાકાર નથી થતો— સાધારણ લોકોને એનું આકર્ષણ નથી રહે તું. આમ આલંબન લેવામાં એક ખતરો છે અને આલંબન ન લેવામાં બીજો ખતરો છે. આલંબન લેવામાં એક ગુણ છે અને આલંબન ન લેવામાં બીજો ગુણ છે. મેં ભૂમિ-સમસ્યાનું આલંબન જરૂર લીધું, પરં તુ સામ્યયોગનો, કરુણાનો વિચાર સમજાવવો એ જ મારી મૂળભૂત દૃષ્ટિ છે. આલંબન લેવામાં મેં બુદ્ધિનું પરિપાલન કર્યું, પણ મારું મન સતત આલંબનથી પર થઈ વિચારે છે અને વારે વારે થયા કરે છે કે હં ુ મારા મૂળ સ્વરૂપમાં રહં ુ . આમ છતાં આલંબન છોડતો નથી. આ રીતે મારી રીતમાં બંને રીતોનો સમન્વય છે. મારો એક ગુણ છે, જ ેને દોષ પણ ગણી શકાય કે કોઈ વ્યક્તિને આગ્રહથી કોઈ આદેશ નથી આપતો. તેનાથી કામમાં ક્યારે ક મોડુ ં થાય છે. પણ થાય છે ત્યારે બરાબર થાય છે, બગડતું નથી. એટલું જ નહીં, હં ુ જ ે કંઈ કહં ુ છુ ં તેનું દબાણ પણ કોઈ ઉપર આવે તેમ નથી ઇચ્છતો. મારી પાસે नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
મારા પર પરમેશ્વરની મોટી કૃ પા છે કે ગેરસમજને
કારણે લોકો તરફથી થોપવામાં આવેલા આ�ેપો વગેરેની કોઈ અસર મારા ચિત્ત પર નથી થતી.
ઈશ્વર જેમ નચાવે તેમ નાચું છુ ં. કામ મારુ ં નથી,
તેનું છે. એ મને ઘુમાવી રહ્યો છે, તેથી ઘૂમી રહ્યો
છુ ં. હું આથી વધારે પ્રકારની ચિંતા નથી કરતો.
પ્રકાશના પ્રચારની જેમ જ વિચારનો પ્રચાર આકાશમાંથી થાય છે
અનેક શ્રેષ્ઠ વિચાર છે, પરં તુ તેમાં સૌથી શ્રેષ્ઠ વિચાર એ જ છે કે મારા વિચારનું કોઈના પર આક્રમણ ન થાઓ. એટલે વિચાર પસંદ ન પડે છતાં કોઈ માની લે છે, તો મને દુઃખ જ થશે. પણ વિચાર પસંદ પડી ગયા છતાં જો કોઈ તેને આચરણમાં નથી ઉતારતો તો હં ુ આશા રાખું છુ ં કે આજ નહીં તો કાલે અવશ્ય ઉતારશે. મારા પર પરમેશ્વરની મોટી કૃ પા છે કે ગેરસમજને કારણે લોકો તરફથી થોપવામાં આવેલા આક્ષેપો વગેરેની કોઈ અસર મારા ચિત્ત પર નથી થતી. ઈશ્વર જ ેમ નચાવે તેમ નાચું છુ .ં કામ મારું નથી, તેનું છે. એ મને ઘુમાવી રહ્યો છે, તેથી ઘૂમી રહ્યો છુ .ં હં ુ આથી વધારે પ્રકારની ચિંતા નથી કરતો. પ્રકાશના પ્રચારની જ ેમ જ વિચારનો પ્રચાર આકાશમાંથી થાય છે. એમ બને કે પ્રકાશ-પ્રચારને ભલે આસમાન રોકી પાડે, પરં તુ વિચારના પ્રચારને એ પણ રોકી ન શકે. તેથી વિચાર ઉપર મારી શ્રદ્ધા છે, અને હં ુ નિર્ભય થઈને કામ કરું છુ .ં મને એવું ક્યારે ય નથી લાગ્યું કે હં ુ જ ે ઉદ્દેશ્ય લઈને નીકળ્યો છુ ,ં તેની પૂર્તિ કરવાની પૂરી જવાબદારી મારી ઉપર જ છે. આની પૂરી 447
જવાબદારી આપણા બધાં ઉપર છે. આ ભગવાનનું કામ છે. મને દૃઢ વિશ્વાસ છે કે આ થઈને જ રહે શે. સત્યનો વિરોધ કોઈ ન કરી શકે. સત્યગ્રહણ કરવામાં સમય લાગી શકે છે, પણ સત્યને ટાળી નથી શકાતું. સત્યનો વિરોધ કરનારી શક્તિ સંસારમાં ટકી નથી શકતી. તેથી હં ુ નિઃસંશય અને નિર્ભય થઈને મારા વિચારો જનતા સામે રજૂ કરું છુ ં અને રાત્રે ભગવાનના ખોળામાં નિઃસ્વપ્ન નિદ્રા લીધા કરું છુ .ં પુનર્જન્મની જ ેમ બીજો દિવસ ઊગે છે અને હં ુ મારા કામમાં લાગી જાઉ છુ .ં જીવનમાં કરવાલાયક જ ે કંઈ પણ સૂઝતું ગયું, તેમાં સૌથી વધારે મદદ શાસ્ત્ર ગ્રંથોને બાદ કરીએ તો શંકર, જ્ઞાનદેવ અને ગાંધી—આ ત્રણ પાસેથી મને મળી. ગાંધીજીના વિચારો અને ગ્રંથોનું અધ્યયન તો થયું જ, તે ઉપરાંત તેમની સંગતિ પણ મળી અને એમણે જ ે સેવાકાર્યો ઊભાં કર્યાં હતાં, તેમાંનાં કેટલાંક સેવાકાર્ય કરવામાં મેં મારી જુ વાનીનું જીવન વિતાવ્યું. સંગતિ, વિચારોનો લાભ અને તે મુજબનાં કામ કરવાનો અવસર, ત્રણેય મળીને ‘મહાપુરુષસંશ્રય’ થાય છે, એ મને મળ્યું. એમનો મારા ઉપર મોટો ઉપકાર છે. તેવી જ રીતે શંકરાચાર્યનો પણ મારા ઉપર મોટો ઉપકાર છે, કારણ કે તાર્કિક મનમાં જ ે જ ે દાર્શનિક શંકા ઊઠી શકે છે, એ મારા મનમાં પણ ઊઠી શકતી હતી, તેનું નિરસન કરવામાં શંકરાચાર્યની સૌથી વધારે મદદ મળી. એમનું વિચાર-ઋણ સર્વથા મારા શિર પર છે. જ્ઞાનદેવ મહારાજનો મારા ઉપર જ ે ઉપકાર છે, તેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દ નથી. એ ચિંતન ઉપર છે, હૃદય ઉપર છે અને મારી કાર્યપદ્ધતિ ઉપર છે. એટલું જ નહીં, પણ હં ુ માનું છુ ં કે એ મારા શરીર
ઉપર પણ છે. એટલો એમનો પ્રભાવ મારા પર બધી બાજુ થી છે. હં ુ મૂળમાં તો ખૂબ કઠોર છુ .ં હં ુ એક ખરબચડો પથ્થર છુ .ં આ પથ્થરને શંકરાચાર્યે મજબૂત પાકો કર્યો. એ પાષાણ પર ગાંધીજીએ કોતરણી કરી તેને આકાર આપ્યો. પરં તુ આ પાષાણને તોડીને તેમાંથી પાણી કાઢવાનું પરાક્રમ કોઈએ ભરી દીધું હોય તો તે જ્ઞાનદેવ મહારાજ ે જ! હં ુ જ્યારે મારે વિશે વિચારું છુ ં કે હં ુ કોણ છુ ં અને મારું ભાગ્ય શું છે, તો કેટલાંક સ્થૂળ ભાગ્ય પણ સ્મરણે આવી ચડે છે અને તેનો બહુ મોટો ઢગલો થઈ જાય છે. મને જ ે માતાપિતા મળ્યાં, એ કંઈક વિશેષ જ હતાં, એમ લોકો માને છે. મને જ ે ભાઈ મળ્યા, એમની પોતાની પણ વિશેષતા છે તેમ માની શકાય. મને જ ે માર્ગદર્શક મળ્યા, એ તો નિઃસંશય લોકદૃષ્ટિમાં મહાત્મા જ ગણાય. મને જ ે સ્નેહી મિત્ર મળ્યા, એ બધા લોકોના પ્રેમપાત્ર બની ગયા. મને જ ે વિદ્યાર્થી મળ્યા એના ઉપર તો હં ુ પોતે જ મુગ્ધ છુ .ં આમ આ આખો ભાગ્યનો ઢગલો થઈ જાય છે. વળી, મને અનેક ભાષાઓનું જ્ઞાન હોવાને કારણે અનેક સંતપુરુષો અને ધર્મપુરુષોનો વિચાર-રસ સેવન કરવાનો અવસર પણ નિરં તર મળ્યો અને મળતો જ રહ્યો. આ પણ એક મોટુ ં ભાગ્ય જ છે. આમ એક રીતે આ ભાગ્યરાશિ બની જાય છે. પરં તુ આ તમામ કાલ્પનિક જ છે. મુખ્ય ભાગ્ય એ જ છે, જ ે મારું છે, તમારું છે અને સૌનું છે કે આપણે સૌ પરમેશ્વરના અંગ, ભાગ, અવયવ, તરં ગ છીએ. મુખ્ય ભાગ તો આ જ છે કે આપણે પરમેશ્વરની અંદર સમાયેલાં છીએ, આ જો આપણે અનુભવીએ તો આપણો બેડો પાર છે! ‘અહિં સાની ખોજમાં’ [વિનોબાની વાણી પુસ્તકમાંથી]
ભગવદ્ગીતાના અઢાર અધ્યાયનો સાર આપતું વિનોબાનું ગીતા-પ્રવચન પુસ્તક કિંમત ₨ 45 448
[ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
કસરત
ગાંધી�ષ્ટિ
મો. ક. ગાંધી શરીરને સ્વસ્થ રાખવાનું આમ તો બારે માસ થવું જોઈએ, પરં તુ આયુર્વેદ પ્રમાણે શરીર માટે સૌથી રુચિકર ઋતુ શિયાળો ગણવામાં આવ્યો છે. વિવિધ વસાણાં, લીલાં શાકભાજી અને વ્યાયામ દ્વારા શરીરને શિયાળામાં સ્વસ્થ રાખવાનું વૈદો અને જાણકારો જણાવે છે. શરીરને હં મેશાં સ્વસ્થ અને નિરામય રાખવામાં દૃઢ વિશ્વાસ ધરાવતા ગાંધીજીએ પણ આ અંગે અનેક પ્રયોગ કર્યા છે, અને તેના અનુભવ સમયાંતરે લખ્યા છે. ચાલવાના લાભ અંગે તો તેમણે વિસ્તૃત લખ્યું છે. ઇન્ડિયન ઓપિનિયનમાં પ્રગટ થતી ‘આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન’ની શ્રેણીમાં કસરત વિશેના પ્રકરણમાં ગાંધીજીએ જ ે લખ્યું છે, એ સૌ કોઈએ અનુસરવા જ ેવું છે.
માણસજાતને જ ેટલી જરૂર હવાની, પાણીની અને પણ એક પ્રકારનો રોગ જ ગણાવો જોઈએ. મોટા
અનાજની છે તેટલી જ કસરતની છે. એટલું ખરું કે, કસરત વિના માણસ ઘણાં વર્ષ સુધી નભી શકે તેમ ખોરાક, હવા, પાણી અને અનાજ વિના ન નભી શકે; પણ કસરત વિના માણસ નીરોગી ન રહી શકે એ સર્વસામાન્ય વાત છે. જ ેમ ખોરાકનો અર્થ આપણે કર્યો તેમ કસરતનો કરવાનો છે. કસરત એટલે મોઈ-દાંડિયા, ફૂટબૉલ, ક્રિકેટ કે ફરવા જવું એ જ નથી. કસરત એટલે શારીરિક અને માનસિક કામ, જ ેમ ખોરાક હાડકાં-માંસને સારુ તેમ જ મનને સારુ જોઈએ, તેમ કસરત શરીરને તેમ જ મનને જોઈએ. શરીરને કસરત ન હોય તો શરીર માંદું રહે શે અને મનને નહીં હોય તો મન શિથિલ રહે શે. મૂઢપણું એ
नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
પહે લવાનો જ ે કુ સ્તી કરવામાં ભારે હોય પણ જ ેનું મન ગમારના સરખું હોય તેને આપણે અરોગી એ શબ્દ લગાડીએ એ અજ્ઞાનની દશા છે. અંગ્રેજીમાં કહે વત છે કે, તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન હોય તે જ માણસ આરોગ્યવાળો ગણાય. આવી કસરતો કઈ? કુ દરતે તો આપણે સારુ એવી સરસ ગોઠવણો કરી છે કે, આપણે હં મેશાં કસરત કર્યા જ કરીએ. જરા શાંતિથી આપણે તપાસીશું, તો આપણને માલૂમ પડશે કે, દુનિયાનો ઘણો જ મોટો ભાગ ખેતી ઉપર નભે છે. ખેડૂતના ઘરમાં બધાંને કસરત મળી રહે છે. તે દરરોજ આઠ, દશ કે તેથી પણ વધારે કલાક સુધી ખેતર વગેરેમાં
449
વેપારી વગેરેને કેટલીક મનની કસરત મળી રહે
છે, પણ તે એકમાર્ગી છે. તે કં ઈ ખેડૂતની જેમ
ખગોળવેત્તા કે ભૂગોળવેત્તા કે ઇતિહાસ જાણનારો
નથી. તેને ભાવતાલની ખબર પડે , સામાને કેમ
યુ�ક્તસર માલ વેચવો, એ ખબર પડે , પણ તેથી મનની શ�ક્ત પૂરી કસાતી નથી. તે ધંધામાં શરીરની હિલચાલ કં ઈક થાય છે પણ તે ઘણી ઓછી ગણાય
કામ કરે ત્યારે જ તેને ખાવા-પહે રવાનું મળી શકે છે. તેને મનની જુ દી કસરત જોઈતી નથી. ખેડૂત મૂઢ દશામાં કામ કરી શકતો નથી. તેણે જમીનની માટીની પરીક્ષા જાણવી જોઈએ; ઋતુઓના ફે રફારની માહિતી રાખવી જોઈએ; યુક્તિસર હળ ફે રવતાં આવડવું જોઈએ અને તારા તથા સૂર્યચંદ્રની ગતિ સાધારણ રીતે જાણવી જોઈએ. ગમે તેવા અક્કલવાન શહે રવાસી જ્યારે ખેડૂતના ઘરમાં જાય છે, ત્યારે દીન બની રહે છે. ખેડૂત કહી શકશે કે, બિયાં કેમ વવાય. આસપાસની દરે ક કેડીનું તેને જ્ઞાન છે, આસપાસના માણસોનું તેને ભાન છે. તારા વગેરેના દેખાવ પરથી તે રાતના પણ દિશા પારખી શકે છે. પક્ષીઓના સાદ ઉપરથી, તેઓની ગતિ ઉપરથી તે કેટલુંક કહી શકે છે. જ ેમ કે અમુક પક્ષી અમુક વખતે એકઠાં થાય કે કિલ્લોલ કરે , તો તે કહે શે કે આ વરસાદની અથવા તો એવી બીજી નિશાની છે. આમ પોતાને જોઈતી ખગોળવિદ્યા, ભૂગોળવિદ્યા, ભૂસ્તરવિદ્યા વગેરે શાસ્ત્રો ખેડૂત સમજ ે છે. તેને પોતાનાં છોકરાંને પોષવાં પડે છે, તેથી માનવધર્મ શાસ્ત્રનું પણ સાધારણ જ્ઞાન છે અને પૃથ્વીના વિશાળ ભાગમાં રહે તો હોવાથી તે ઈશ્વરનું 450
મહત્ત્વ સમજ ે છે. શરીરે તો તે મજબૂત છે જ. પોતાનું વૈદું પોતે જ કરી લે છે અને માનસિક કેળવણી તેને છે એ આપણે જોઈ શક્યા. પણ બધા કંઈ ખેડૂતો થવાના નથી. વળી આ પ્રકરણો ખેડૂતના ઉપકાર સારુ લખાતાં નથી. જ ેઓ વેપારી અને એવા પ્રકારના ધંધાર્થી છે તેઓએ શું કરવું એ સવાલ છે. આ સવાલનો જવાબ આપણને સમજપૂર્વક મળે તેવા હે તુથી ખેડૂતની જિંદગીનું કંઈક વર્ણન આપ્યું છે. તેની રહે ણી ઉપરથી આપણે જ ેઓ ખેડૂત નથી તે આપણી રહે ણી કંઈક ઘટાવી શકીએ અને એટલું સમજીએ કે જ ેટલે દરજ્જે આપણે ખેડૂતને લગતી જિંદગી ભોગવતા નથી, તેટલે દરજ્જે આપણે નીરોગી ઓછા રહે વાના. ખેડૂતની જિંદગી ઉપરથી આપણે જોઈએ છીએ કે માણસે આઠ કલાક શારીરિક કાર્ય કરવું જોઈએ; અને તે એવું કે જ ેથી તે કરતાં કરતાં જ મનની શક્તિને કસરત મળે. હવે વેપારી વગેરેને કેટલીક મનની કસરત મળી રહે છે, પણ તે એકમાર્ગી છે. તે કંઈ ખેડૂતની જ ેમ ખગોળવેત્તા કે ભૂગોળવેત્તા કે ઇતિહાસ જાણનારો નથી. તેને ભાવતાલની ખબર પડે, સામાને કેમ યુક્તિસર માલ વેચવો, એ ખબર પડે, પણ તેથી મનની શક્તિ પૂરી કસાતી નથી. તે ધંધામાં શરીરની હિલચાલ કંઈક થાય છે પણ તે ઘણી ઓછી ગણાય. આવા માણસો સારુ પશ્ચિમના લોકોએ શોધ્યું છે કે, તેમણે ક્રિકેટ વગેરે રમત રમવી. વર્ષમાં તહે વારો પાળીને તેવે સમયે વિશેષ રમતો રમવી અને માનસિક કેળવણી સારુ બહુ મગજમારી ન કરવી પડે તેવાં પુસ્તકો વાંચવાં. આ એક રસ્તો છે. તેને જરા વિચારી લઈએ. આમ રમતમાં વખત ગાળતાં કસરત મળે છે એમાં શક નથી; પણ એ કસરતથી માણસનું મન સુધરતું નથી. એ પ્રમાણે અનેક દાખલાઓ જોઈ શકીએ છીએ. ક્રિકેટ રમનારા [ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
અથવા ભારે ફૂટબૉલ રમનારાની સંખ્યા જોતાં તેમાંથી પ્રમાણમાં કેટલાક માણસો સારી મનઃશક્તિવાળા મળી આવશે? હિં દુસ્તાનમાં જ ે રાજા ખૂબ રમતિયાળ છે તેની માનસિક શક્તિ વિશે આપણે શું જોયું છે? વળી જ ેઓ ભારે મનઃશક્તિવાળા છે તેઓમાંથી કેટલા રમતિયાળ છે? આપણે અનુભવે જોઈએ છીએ કે, મનઃશક્તિવાળા ઘણા જ ઓછા રમતિયાળ જોવામાં આવશે. વિલાયતના ગોરાઓ હાલ રમત ઉપર ખૂબ ઊતર્યા છે, તેઓને તેઓના જ મહાકવિ કિપ્લિગે અક્કલના શત્રુ વર્ણવ્યા છે અને કહ્યું છે કેૹ તેઓ ઇંગ્લડના વેરી બનશે. હિં દુસ્તાનમાં આપણા મનઃશક્તિવાળા ગૃહસ્થોએ જુ દો રસ્તો પકડ્યો જોવામાં આવે છે. તેઓ મનને કસરત આપે છે અને પ્રમાણમાં શરીરને ઘણી ઓછી અથવા મુદ્દલ આપતા નથી. આવાને આપણે ખોઈ બેસીએ છીએ. તેઓનાં શરીર એકલી મગજમારીથી ક્ષીણ થઈ જાય છે. કંઈ ને કંઈ રોગ તેઓનાં શરીરમાં ઘર કરે છે અને જ્યારે તેઓનો અનુભવ દેશને ખૂબ કામ લાગે એવો હોય તેવે સમયે તેઓ દેહત્યાગ કરે છે. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે, એકલી મનની કસરત કે એકલી શરીરની કસરત બસ નથી; તેમ જ જ ે કસરત ઉપયોગી નથી એટલે રમતમાં મળે છે તે કસરત બરાબર ગણાય નહીં. પરં તુ જ ે કસરતમાં મન અને શરીર બંને એકીવખતે અને આખો વખત કેળવાય એ જ ખરી કસરત છે અને એવો માણસ જ તંદુરસ્ત રહી શકે. આવો માણસ તો ખેડૂત જ છે. ત્યારે હવે જ ે ખેડૂત નથી તેણે શું કરવું? ક્રિકેટ વગેરે રમતોથી મળતી કસરત એ બરોબર નથી. એટલે આપણે એવી કસરત શોધવી જોઈએ કે જ ેથી ખેડૂતના જ ેવો કંઈક અર્થ સરે . વેપારી અને બીજા બધા પોતાના ઘરની આસપાસ વાડી બનાવી नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
ચાલવું તે હં મેશાં એક જ જગ્યાએ અથવા ગલીઓમાં હોવું જોઈએ નહી;ં પણ ખેતરોમાં અને ઝાડીઓમાં
ફરવું જોઈએ. તેથી કુ દરતી શોભાની કિં મત કં ઈક કરી શકાય છે. અહી ં એકબે માઈલ ચાલવું, તે ચાલવું ગણવાનું નથી; પણ દસબાર માઈલ ચાલવું
એ જ ચાલ્યા ગણાય. આવું હં મેશાં જેનાથી ન બને તે દર રવિવારે ખૂબ ચાલી શકે છે
શકે છે અને તેમાં ખોદવાનું કામ બે કે ચાર કલાક હં મેશાં કરી શકે છે. ફે રીવાળા વગેરેને તો પોતાના ધંધામાં જ કસરત મળી રહે છે. આપણે પારકા ઘરમાં રહે તા હોઈએ, તો તેની જમીનમાં કેમ કામ કરીએ, એ સવાલ ન ઊઠવો જોઈએ; કેમ કે એ હલકા મનની નિશાની છે. ગમે તેની જમીનમાં આપણે ખોદવા-વાવવાનું કામ કરીશું તેથી આપણને ફાયદો જ છે. આપણાં ઘર સુધરશે અને આપણે બીજાની જમીન ઠીક રાખ્યાનો સંતોષ ભોગવી શકીશું. જ ેઓને જમીનની કસરત ન મળી શકે અથવા જ ેઓને તે કોઈ પણ રીતે પસંદ આવે તેમ નથી તેવાઓ સારુ બે શબ્દની જરૂર છે. જમીનમાં કામ કરવા સિવાય સર્વોત્તમ કસરત ચાલવાની છે. એ કસરતોની રાજા કહે વાય છે અને એ વાત વાસ્તવિક છે. આપણા ફકીરો અને સાધુઓ બહુ તંદુરસ્ત રહે છે, તેનાં કારણોમાં એક એ પણ છે કે તેઓ ગાડી, ઘોડા વગેરે વાહનોનો ઉપયોગ કરતા નથી. તેઓ પોતાની બધી મુસાફરી પગે કરે છે. થૉરો1 નામનો મહાન અમેરિકન થઈ ગયો, તેણે 1. હે નરી ડેવિડ થૉરો (૧૮૧૭-૬૨)ૹ એક અમેરિકન દાર્શનિક, પ્રકૃ તિવિદ્ અને લેખક; बॉल्डन, ऑर लाइफ इन धी बुट्झ અને एक्सकर्झन તથા બીજાં પુસ્તકોના કર્તા. 451
ચાલવાની કસરત વિશે બહુ વિચારવાલાયક પુસ્તક લખ્યું છે. તેણે એમ જણાવ્યું છે કેૹ પોતાને વખત ન મળે એવા બહાનાથી જ ે માણસ ઘર બહાર નીકળતો નથી, હાલતોચાલતો નથી અને લખવા વગેરેનાં કામ કરે છે તે માણસનાં લખાણો વગેરે પણ જ ેવો તે માંદો તેવાં માંદાં હોય છે. પોતાના અનુભવ વિશે તે જણાવે છે કે, તેણે સરસમાં સરસ પુસ્તકો લખ્યાં, ત્યારે તે હં મેશાં વધારે માં વધારે ચાલતો. હં મેશાં ચારપાંચ કલાક ચાલવું એ તેના મનમાં કંઈ જ ન હતું. આપણને ખરે ખરી ભૂખ લાગી હોય ત્યારે જ ેમ આપણે કામ નથી કરી શકતા તેમ જ કસરત વિશે હોવું જોઈએ. આપણા માનસિક કામનું માપ લેતાં આપણને આવડતું નથી; તેથી આપણે જોઈ શકતા નથી કે, શારીરિક કસરત
વિના કરે લાં માનસિક કાર્યો નીરસ અને નમાલાં હોય છે. ચાલવાથી લોહીનો ફે લાવો ઝપાટાબંધ દરે ક ભાગમાં થાય છે. તેથી દરે ક અંગની હિલચાલ થાય છે અને બધાં અંગ કસાય છે. ચાલવામાં હાથ વગેરેની હિલચાલ થાય છે એ યાદ રાખવું જોઈએ. ચાલવાથી શુદ્ધ હવા આપણને મળે છે. વળી બહારના ભવ્ય દેખાવો આપણે જોઈએ છીએ. ચાલવું તે હં મેશાં એક જ જગ્યાએ અથવા ગલીઓમાં હોવું જોઈએ નહીં; પણ ખેતરોમાં અને ઝાડીઓમાં ફરવું જોઈએ. તેથી કુ દરતી શોભાની કિંમત કંઈક કરી શકાય છે. અહીં એકબે માઈલ ચાલવું, તે ચાલવું ગણવાનું નથી; પણ દસબાર માઈલ ચાલવું એ જ ચાલ્યા ગણાય. આવું હં મેશાં જ ેનાથી ન બને તે દર રવિવારે ખૂબ ચાલી શકે છે. (ગાં. અ. ૧૨ૹ ૧૮-૨૦)
આરોગ્યની ચાવી ગાંધીજી આંખ સાચવવાની કળા ડાૅ. ગોવિંદભાઈ પટેલ
કે ટલાંક આરોગ્યવિષયક પુસ્તકો
_ 15.00
_ 80.00 કુ દરતી ઉપચાર ડાૅ. શરણપ્રસાદ _ 100.00 કામવિજય સી. જ ે. વાન લીટ _ 40.00 ઘરગથ્થુ વૈદક બાપાલાલ ગ. વૈદ્ય _ 300.00 ડાૅક્ટર આવતા પહે લાં ડાૅ. શિવપ્રસાદ ત્રિવેદી _ 80.00 દિનચર્યા બાપાલાલ ગ. વૈદ્ય _ 150.00 પ્રાકૃ તિક જીવનશૈલી અને રોગનિવારણ જિતેન્દ્ર આર્ય
_ 75.00 મધુપ્રમેહ અને તેના ઉપચાર ચંદુલાલ કા. દવે _ 80.00 યોગાસન સેલ્ફ ટીચર શિવાભાઈ પટેલ _ 100.00
લસણ બાદશાહ ઈશ્વરલાલ શાસ્ત્રી સ્ટ્રેસ ડાૅ. શિવપ્રસાદ ત્રિવેદી કૌટુબિ ં ક હોમિયોપથિક માર્ગદર્શિકા જ ે. કે. મજમુદાર દર્દનિવારક નસમાલિસ શિક્ષક શિવાભાઈ પટેલ માનવમૂત્ર રાવજીભાઈ પટેલ રસ પીઓ કાયાકલ્પ કરો કાંતિ ભટ્ટ, મનહર ડી. શાહ લસણ—મેથીની ચમત્કારી અસર ડાૅ. લેલાૅર્ડ કાર્ડલ
Key to Health Gandhiji Nature Cure Gandhiji
_ 50.00 _ 40.00 _ 90.00 _ 15.00 _ 150.00 _ 100.00 _ 20.00 _ 15.00 _20.00
આ ઉપરાંત, હૃદયરોગ પર ડાૅ. રમેશ કાપડિયાનાં બધાં પુસ્તકો ગુજરાતી અને અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે. 452
[ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
સત્યાગ્રહને સરળ અને સટીક પણે સમજાવતું પુસ્તક : The Spiritual Basis of Satyagraha
મુખ્ય ધારાના રાજકીય વિમર્શમાં ‘સત્યાગ્રહ શોષણ
અને અન્યાયની વિરુદ્ધ એક અહિં સક લડતની પદ્ધતિ’ અને ‘પરિવર્તનની રાજકીય પદ્ધતિ’ના સ્વરૂપમાં વ્યાખ્યાયિત છે, જ્યારે આશ્રમી બૌદ્ધિક પરં પરામાં આ ‘એક જીવનશૈલી’ તથા ‘સાધના’ના સ્વરૂપે જોવામાં આવે છે. ગાંધીજીના સત્યાગ્રહની મીમાંસા સંબંધિત સાહિત્યોમાં આ વિષય ઉપર સૂક્ષ્મતાથી મર્યાદિત વિશ્લેષણ થયું છે કે સત્યાગ્રહ જીવનશૈલીની સાથેસાથે કેવી રીતે સામાજિક રાજકીય પરિવર્તનની એક પદ્ધતિ પણ છે. રવીન્દ્ર વર્માનું આ પુસ્તક આ મર્યાદાને પૂર્ણ કરવાનો એક સાર્થક પ્રયાસ છે. પોતાના મૂળ વિષય-વસ્તુ પર આવતાં અગાઉ ગાંધીવિચારના મર્મજ્ઞ રવીન્દ્ર વર્મા ગાંધીના સત્યની સંકલ્પના અને વ્યવહારિક જગતમાં ગાંધીના ‘સત્યના પ્રયોગ’ તથા ગાંધીનું મહાવાક્ય—સત્ય એ જ ઈશ્વર છે—નું સૂક્ષ્મતાથી પરીક્ષણ કરે છે. આ પરીક્ષણ બાદ લેખક સત્યાગ્રહથી સંબંધિત ગાંધીના લેખનનું શાસ્ત્રીય વિશ્લેષણ કરીને એ રજૂ આત કરે છે કે, ગાંધીવિચારતંત્રમાં વ્યક્તિગત પરિવર્તન તથા સામાજિક/રાજકીય રૂપાંતરણનો ગાઢ સંબંધ છે. લેખકના દૃષ્ટિકોણથી ગાંધીની મહત્ત્વની વિશેષતા તેમનું એ પ્રતિપાદન છે કે ભૌતિક અને આધ્યાત્મિક જગત એ બંને અલગ અલગ જગત નથી. સત્ય અને અહિં સા એક એવો નિયમ છે જ ે બંને ક્ષેત્રમાં The Spiritual Basis of Satyagraha Authorૹ Ravindra Verma પ્રકાશકૹ NavaJivan Publishing House Second Reprint ૹ 2012 Paper Back Size : 5.5 x 8.5 ISBNૹ 978-81-7229-290-4 Pgsૹ 12+180, • ૱ 100
नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
પુનઃ પુસ્તક પરિચય
કાર્ય કરે છે. એટલે વર્માના દૃષ્ટિકોણમાં ગાંધી ‘જડ’ અને ‘ચેતન’ના શાસ્ત્રીય ‘દ્વૈત’ને વિખંડિત કરીને ‘અદ્વૈત’ની સ્થાપનાનો પ્રયાસ કરે છે. આ પૃષ્ઠભૂમિથી રવીન્દ્ર વર્મા એ તારણ પર પહોંચે છે કે સત્યાગ્રહ એક સાધના છે, જ ેનો આધાર અને સ્વરૂપ આધ્યાત્મિક છે. સત્યાગ્રહ મૂળે ‘સત્યબળ’ પર આધારિત છે, જ ે પોતાના જ સ્વરૂપમાં આધ્યાત્મિક બળ છે. નિષ્કર્ષ એ છે કે સત્યાગ્રહ એક ‘આધ્યાત્મિક સાધના’ છે અને આ જ આધ્યાત્મિક સાધનાથી પ્રાપ્ત બળના માધ્યમથી ગાંધી પોતાના સામાજિક રાજકીય પરિવેશને રૂપાંતરિત કરવા ઇચ્છે છે. સત્યાગ્રહ જ ેને ગાંધી ‘આત્માનું બળ’, ‘ધર્મ-બળ’, ‘સત્ય-બળ’, ‘પ્રેમ-બળ’ની વ્યાખ્યા આપે છે, તેમાં ‘બળ’ અતિ મહત્ત્વ ધરાવે છે. રવીન્દ્ર વર્માએ ‘બળ’નાં દાર્શનિક વિશ્લેષણ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે કેવી રીતે વિવિધ બળ—ભૌતિક, માનસિક અને આત્મિક— પોતાના સ્થાયિત્વ, પ્રભાવશીલ અને ગતિશીલતાની રીતે અલગ અલગ છે તથા આત્મિક બળ કેવી રીતે અન્ય બે બળોથી શ્રેષ્ઠ છે. એટલે આત્મિક બળ માત્ર કલ્પના નથી, બલકે ઠોસ પરિણામ લાવવાનું એક સાધન છે, જ ેને ગાંધીએ જાહે રજીવનમાં પ્રદર્શિત પણ કર્યું છે. રવીન્દ્ર વર્માના આ દૃષ્ટિકોણને સત્યાગ્રહની મીમાંસાના ક્ષેત્રમાં તેમનું મહત્ત્વનું યોગદાન માનવામાં આવી શકે છે. લેખકના સત્યાગ્રહ વિશ્લેષણ પર બૌદ્ધ દર્શનનો સ્પષ્ટ પ્રભાવ જોઈ શકાય છે. એ પ્રભાવ ત્યારે દીસી આવે છે, જ્યારે ‘સત્યાગ્રહી’નાં લક્ષણોનું ગીતામાં વર્ણિત ‘સ્થિતપ્રજ્ઞ’ના લક્ષણો સાથે ‘સામ્યતા’ બતાવીને ‘મનના સ્વરૂપ’નું ઊંડુ ં વિશ્લેષણ કરવામાં આવે છે. એ જણાવવું જરૂરી બની રહે છે કે, આ પુસ્તકને લેખકે બૌદ્ધ ધર્માવલંબી દલાઈ લામાને સમર્પિત કર્યું 453
છે, જ ે લેખકની દૃષ્ટિએ વર્તમાન સમયના સૌથી મોટા સત્યાગ્રહી છે.
ભાગમાં સંદર્ભો અને પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. પુસ્તકના વિષય-વસ્તુ, તર્ક-રચના અને રજૂ આતની શૈલી
તારણની રીતે પુસ્તક સત્યાગ્રહની સાથે સાથે ગાંધીની
દ્વારા એટલું જરૂર કહી શકાય કે આ પુસ્તક સામાન્ય
આધ્યાત્મિકતા અંગે ગૂઢ બૌદ્ધિક વિશ્લેષણ પણ કરે છે.
વાચક કરતાં ગાંધીવિચારનો ઊંડો અભ્યાસ ધરાવનારાઓને વધુ સ્પર્શી શકે છે.
આ ગંભીર વિષયના વિશ્લેષણ બાદ પણ પુસ્તકની ભાષા
સરળ અને પ્રભાવશાળી છે. પોતાના વિશ્લેષણને ઠોસ
પ્રેમ આનંદ મિશ્રા Emailૹ premmishra93@yahoo.com [૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક,
આધાર આપવાના ઉદ્દેશ્યથી પુસ્તકના લગભગ અડધા
જુ લાઈ-સપ્ટે. ૨૦૧૭માંથી]
ગાંધીજીની અહિં સામાં ઈશુના અપ્રતિકારના સિદ્ધાંતની સમજણ આપતું પુસ્તક: The Power of Non-Violence
મહાત્મા
ગાંધીની પ્રતિભા એમના ગયા પછી વિશ્વ આખામાં વધુ ને વધુ તેજસ્વી બનતી જાય છે તેનાં અનેક કારણમાં જો કોઈ એક જ ગણાવવાનું હોય તો તે એમણે સાબિત કરી આપેલી અહિં સાની પરિવર્તનકારી શક્તિ. ભારતની સ્વરાજની લડતની સફળતા પછી તે વિશ્વમાન્ય બની ગઈ. તે શક્તિને સમજીને તેના પરિણામદાયક પ્રયોગ ભારતીય સાંસ્કૃતિક વાતાવરણમાં જ ેટલા સહજ, સ્વાભાવિક, શક્ય અને ગૌરવપ્રદ બન્યા, તેવું પશ્ચિમી સાંસ્કૃતિક વાતાવરણના કોઈ પણ દેશની પ્રજા માટે કેવળ અસંભવ છે. આ સત્ય ભારતીય નાગરિકોને સાવ નગણ્ય-નજીવું લાગે, પણ જ ે પશ્ચિમી સંસ્કૃતિના સભ્ય છે અને ભગવાન ઈશુએ પ્રબોધેલી બૂરાઈ સામે અપ્રતિકારની ધાર્મિકતામાં ઉછેર પામ્યા છે, તેમને માટે એટલું The power of Non-Violence Author : Richard B. Greg Publisherૹ NavaJivann Publication House First Editionૹ 1938 Paper Back Sizeૹ 5.5"x 8.5" ISBNૹ 978-81-7229-349-9 Pgsૹ • ૱ 75
454
નગણ્ય-નજીવું નથી. અહિં સાનો જ એ ઉપદેશ છે અને સત્યાગ્રહ તો દૂર, બબ્બે વિશ્વયુદ્ધો અને સંહારક શસ્ત્રોપાસનાથી ગળાબૂડ પશ્ચિમી માનસ ક્યાંક ક્યાંક હિં સા સામે અપ્રતિકારના સૂઝ્યા તેવા અમલથી વિશેષ પોતાનું વિત્ત બતાવી શકતું નથી. ભારતની તુલનાએ અહિં સાની શક્તિ સિદ્ધ કરવામાં વ્યાપક જનમાનસની ભૂમિકાએ ત્યાં શું ખૂટ ે છે, તે પ્રશ્ન જ ે જ ે સંવેદનશીલ પાશ્ચત્ય ચિંતકને બેચેન કરનાર નીવડ્યો, તેમાં શ્રી રિચર્ડ બી. ગ્રેગ અગ્રસ્થાને છે; અને તેની પ્રતીતિ તેમનાં તલસ્પર્શી, વિદ્વત્તાપૂર્ણ, વિશ્લેષણાત્મક અને વિધાયક નિરૂપણના શ્રેષ્ઠ પરિપાક સમા તેમના આ ગ્રંથ The Power of Non-Violence માં પાને પાને વાચકને જ્ઞાનોત્કર્ષમાં વ્યક્ત થાય છે. પશ્ચિમના વાચક માટે ગાંધીજીની અહિં સામાં ઈશુના અપ્રતિકારના સિદ્ધાંતનો સંદર્ભ કેમ સમજાવવો તે પ્રશ્ન તો આ ગ્રંથ સાદ્યંત હલ કરે જ છે; સાથે સાથે, તેની આધ્યાત્મિક અને આદર્શવાદી પરિભાષાનો હલ તેમણે અદ્યતન વાસ્તવદર્શી ભૂમિકા અપનાવીને એ રીતે કર્યો છે કે મૂળની આધ્યાત્મિક અને આદર્શવાદી રજૂ આતમાં વાચક મૂલ્યાભિમુખ જાગરુક અભિગમને સમજી શકે. સ્થળ સંકોચને કારણે અહીં તેનાં અવતરણ ઉદ્ધૃત [ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
ને ઔપચારિક, તેમ છતાં તે આ ગ્રંથના પ્રયાસ બદલ અનન્ય સન્માન જ ેવી છે. તે ઉપરાંત લેખકને સ્વયં મહાત્મા ગાંધી સાથે આ ગ્રંથલેખનમાં ચર્ચાવિચારણા કરવાનું મળ્યું હતું અને તે માટે પોતે સાબરમતી આશ્રમમાં અમુક દિવસ રહ્યા હતા. સ્વાભાવિક છે કે આવા સંનિષ્ઠ પ્રયાસથી આ ગ્રંથમાં વિચારની તલસ્પર્શી અને ગંભીર રજૂ આત કરવામાં લેખક ઘણા સફળ રહ્યા. પરિણામે વિદેશી પશ્ચિમી વાચકને નજરમાં રાખીને આ ગ્રંથનું સફળ નિરૂપણ ભલે થયું, પણ તેથી જ તે આજના નવયુવા ભારતીય સમાજની આ વિચારની જિજ્ઞાસા સંતોષવા માટે પણ એટલી જ ક્ષમતા ધરાવે છે, કેમકે જ ે નવયુવા છે તે નથી પાશ્ચાત્ય કે ભારતીય પૌર્વાત્ય, એ તો છે માનવ; કેવળ સત્ય અને જ્ઞાનનો જ પ્રેમી!
કરીને ટાંકવાનો મોહ જતો કરવો રહ્યો, સુજ્ઞ વાચકને એ સ્વયં સૃષ્ટિગોચર થઈને જ રહે શે, તેમાં શક નથી. અહિં સાની શક્તિનો ખ્યાલ કઈ રીતે સમજાવી શકાય? લેખક પાસે તેનો જવાબ છે. માનવીય ઐક્ય, એ કઈ રીતે અને શા માટે સંઘર્ષ નિવારણ તરફ લઈ જાય તેનું વિશ્લેષણ આ ગ્રંથના હાર્દમાં છે. આ ગ્રંથને આપણે ગાંધીવિચારની અહિં સાનો ગ્રંથ કહીએ તે કરતાં વધુ તો ખ્રિસ્તી મતના અપ્રતિકારના સિદ્ધાંતની વ્યવહારુતા માટે ગાંધી-પ્રેરિત ગ્રંથ તો અવશ્ય કહી શકીએ. સમાપનમાં લેખકની ધાર્મિકતા પ્રગટ થઈ છે. તેમણે બાઇબલના The Kingdom of God શબ્દો વાપરીને સધિયારો આપ્યો છે કે તે ‘હવે હાથવગું.’ અને તેનાં સમર્થનમાં પયગંબરી વાણીમાં ઈશુકથન મુજબ લખ્યુંૹ ‘પવિત્ર આત્માના સાચા અનુયાયીઓ તેણે (ઈશુએ) કર્યાં તે કરતાં પણ વધુ મહાન કાર્યો કરશે.’ આ ગ્રંથની પ્રસ્તાવના સુપ્રસિદ્ધ ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ-જુ નિયરની લખેલી છે. તે છે તો અતિશય ટૂ કં ી
ચિત્તરં જન વોરા આંબાવાડી, અમદાવાદ [૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક, જુ લાઈ-સપ્ટે. ૨૦૧૭માંથી]
ખ્રિસ્તી પ્રજાને તો શું પણ આખી દુનિયાની પ્રજાઓને સામેલ થયે જ છૂટકો ‘સત્યાગ્રહ તે શુદ્ધ પ્રેમ સિવાય બીજુ ં કશું નથી. મનુષ્યના આત્માને એકત્ર જોડવાનો પ્રયાસ તે જ પ્રેમ, અને તે પ્રેમ જ માનવીને જિંદગી દોરનારો ઊંચામાં ઊંચો એક જ કાયદો છે. દરે ક માણસ પોતાના અંતરમાં ઊંડી ઊંડી આ લાગણી અનુભવે છે. બાળકોની અંદર આપણે તે ચોખ્ખી રીતે જોઈ શકીએ છીએ. માણસ જ્યાં સુધી દુનિયાના જૂ ઠા શિક્ષણમાં ફસાયેલો નથી ત્યાં સુધી તે પારખી શકે છે. આ ફરમાન બધાએ હિં દી, ચીના યહૂદી, ગ્રીક, રોમન વગેરે સંતોએ પોકારે લ છે. હં ુ માનું છુ ં કે, આ ફરમાન ઈસુ ખ્રિસ્તે બહુ જ ચોખ્ખી રીતે સમજાવેલ છે. તેણે ખુલ્લું કહ્યું છે કે આમાં જ બધા કાયદા અને પેગમ્બરોનો સમાવેશ થઈ જાય છે… ખ્રિસ્તી પ્રજાએ આ કાયદાનો બરોબર સ્વીકાર કર્યો છે છતાં પોતાના વર્તનમાં તેણે પશુબળને માર્ગ આપ્યો છે. તેથી તે પ્રજાના આચાર અને વિચાર એકબીજાથી ઊલટા થઈ પડેલ છે. પ્રેમ એ તેઓનું ફરમાન છે, પણ જબરદસ્તીને તેઓ પૂજ ે છે. રાજાઓ, અદાલતો અને લશ્કરોની હાકને તેઓએ સ્વીકારી લીધેલ છે. … ટ્રાન્સવાલમાં તમારી હિલચાલ તે દુનિયાના આ છેડા પર રહે નારાઓને લાગે છે. આ કામમાં ખ્રિસ્તી પ્રજાને તો શું પણ આખી દુનિયાની પ્રજાઓને સામેલ થયે જ છૂટકો છે.’ લીઓ ટૉલ્સ્ટૉય [ ગાંધીજીનો સંસ્કારવારસો માંથી,
नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
મૂળ ઇન્ડિયન ઓપીનિયન, ૨૬-૧૧-૧૯૧૦]
455
ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ ચંપારણમાં રચનાત્મક કાર્યક્રમના પાયા નંખાયા, ત્યાં તો ગાંધીજી આત્મકથામાં નોંધે છે તેમૹ “મારા મનસૂબા ઈશ્વરે ઘણી વાર પાર પાડવા જ ન દીધા. મેં ધાર્યું હતું કંઈકને ને મને દૈવ બીજા જ કામમાં ઘસડી ગયું.” ચંપારણ લડતના ઉતરાર્ધ ગાળામાં ખેડા અને અમદાવાદ મિલમજૂ રની લડત આકાર લેવા માંડી હતી. ચંપારણમાં જ તેમને આ બંને જગ્યાએ થઈ રહે લી હિલચાલના ખબર મળે છે. ખેડા જિલ્લામાં નિષ્ફળ ગયેલા પાક અને મહે સૂલી માફી વિશેના સમાચાર ગાંધીજીને વખતોવખત મોકલવામાં આવી રહ્યા હતા, જ ે અંગે તેઓ દોરવણી પણ આપી રહ્યા હતા. એક પત્રમાં તેઓ ખેડાના કાર્યકર્તાઓને દોરવણી આપતા લખે છે કેૹ “સભાઓ ભરો તેમાં મર્યાદાનો ત્યાગ ન થાય, વાતો વિવેકપૂર્વક થાય, તેમ સહે જ પણ અતિશયોક્તિ ન થાય, એ બધું જળવાય તેટલે દરજ્જે જાળવજો.” બીજી તરફ અમદાવાદના મિલમાલિકો સાથેના મજૂ રોના વેતન સંબંધી સંદેશો તેમને અનસૂયાબહે ન દ્વારા મળે છે. આ ગાળામાં જ તેઓ અમદાવાદ આવીને મિલમાલિકો સાથે ચર્ચા કરે છે. બેઠકો, ચર્ચા અને સભાઓથી ભરચક આ માસમાં ગાંધીજી દ. આફ્રિકાના તેમના મિત્ર હર્મન કેલેનબેકને લખેલા પત્રમાં પોતાની સ્થિતિ જણાવે છે, જ ેમાં તેઓ લખે છે, “અહીં મને રોજ રોજ નવા નવા અનુભવો થતા જાય છે. … પણ આ રાક્ષસી યુદ્ધનો કોઈ અંત જ દેખાતો નથી. સુલેહની બધી વાતોથી તો વેદનામાં વધારો જ થાય છે. છતાં માનવ પ્રવૃત્તિઓની માફક આનો પણ અંત આવશે જ.” આ માસના અંતિમ અઠવાડિયામાં ગાંધીજી કલકત્તામાં યોજાયેલી ૩૨મી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લે છે.
ડિસેમ્બર, ૧૯૧૭ ૧થી ૨ (રસ્તામાં). ૩ [અમદાવાદ]. ૪થી ૫1 અમદાવાદૹ મિલ-મજૂ રોના પગાર-વધારા અંગે મિલ-માલિકો સાથે મસલત. ૬ નડિયાદૹ ‘ગુજરાતના કેટલાક પ્રશ્નો’ વિશે ભાષણૹ સ્થળ દશા ખડાયતાની વાડી. પહે લી ગુજરાત રાજકીય પરિષદના કાર્યવાહક મંડળની બેઠકમાં પ્રમુખપદે; સ્થળ હોમરૂલ લીગની ઑફિસ. ગુજરાત સ્ત્રી કેળવણી મંડળની વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં પ્રમુખપદે; સ્થળ એ જ. વડોદરાૹ થોડા કલાક રોકાયા. પ્રો. ગજ્જરની મુલાકાત. ‘મરકી વિશે સામાન્ય સૂચનાઓ’નો લેખ છાપામાં મોકલી આપ્યો. ૭ રસ્તામાં. ૮ મોતીહારી. 1. દરમિયાન તા. ૪થીએ અમદાવાદમાં મજૂ ર (ફક્ત વણકરોના) મહાજનની સ્થાપના થઈ.
456
૯ [મોતીહારી] ૧૦થી ૧૮2 મોતીહારી. ૧૯ મોતીહારીૹ ચંપારણ ખેતીવિષયક બિલ વિશે બિહાર સરકારને પત્ર લખ્યો. ૨૦થી ૨૪ મોતીહારી. ૨૫ કલકત્તા. ૨૬થી ૨૮ કલકત્તા3 ૹ કૉંગ્રેસની બેઠકમાં હાજર. ૨૯ કલકત્તાૹ કૉંગ્રેસની બેઠકમાં, દક્ષિણ તથા પૂર્વ આફ્રિકામાં વસતા હિં દીઓને લગતો ઠરાવ રજૂ કર્યો. ૩૦ કલકત્તાૹ મુસ્લિમ લીગની બેઠકમાં, 2. દરમિયાન તા. ૧૦મીએ, હિં દમાં ચાલતી વિપ્લવવાદી ચળવળ વિશે તપાસ કરી, એને દાબી દેવામાં સરકારને પડતી મુશ્કેલીઓનો વિચાર કરી એના નિવારણ માટેનો કાયદો ઘડવા વિશે સૂચના કરવા, સર સિડની રાઉલેટ નામના ગૃહસ્થના પ્રમુખપદે, સરકારે એક કમિટી નીમી. એ રાઉલેટ કમિટી નામે ઓળખાઈ. 3. આ દિવસોમાં ટાગોરનું Post Office નાટક ભજવાયું હતું અને ગાંધીજી એ જોવા ગયા હતા.
[ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
અલીભાઈઓની છુ ટકારાની માગણી કરતું ભાષણ. એસ. આર. બમનજી તથા સૈયદ હસન ઈમામ તરફથી, નેતાઓને આપવામાં આવેલી પાર્ટીમાં હાજર. રાષ્ટ્રભાષા સંમેલનમાં ભાષણ, પ્રમુખ લોકમાન્ય ટિળક, સ્થળ આલ્ફ્રેડ થિયેટર કલકત્તા ક્લબ તરફથી સી. આર. દાસના માનમાં આપવામાં આવેલી પાર્ટીમાં હાજર. સી. આર. દાસ તરફથી ઝીણાના માનમાં આપવામાં આવેલી પાર્ટીમાં હાજર, સ્થળ
ઓરિઅન્ટ કલબ. બંગાળ ખેડૂત પરિષદમાં ભાષણ. ૩૧ કલકત્તાૹ જ ૈન શ્વેતાંબર પરિષદમાં ભાષણ, પ્રમુખ શેઠ ખેતસી ખીઅશી. અખિલ ભારત સોશિયલ સરવીસ લીગની પહે લી પરિષદમાં પ્રમુખસ્થાને, સ્થળ ઓવરટન હૉલ. માનવ દયા સંઘ (Humanitarian League)ની સભામાં પ્રમુખપદે; સ્થળ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ, કૉલેજ સ્કવેર.
નિવૃત્તિનોંધ
શ્રી રાજેશભાઈ ચં. પટેલ નવજીવનમાં ત્રણ દાયકા સેવા આપીને તા. ૧૦-૧૨-૧૭ના રોજ વયનિવૃત્ત થયા છે. આ પ્રસંગે રાજેશભાઈને લાંબી સેવા બદલ શાલ ઓઢાડીને, ચરખો ભેટ આપીને સન્માનવામાં આવ્યા. પ્રેસ કાર્યાલયમાં ખૂબ જ ખંતથી કામ કરનારા રાજેશભાઈ પોતાના કાર્યક્ષેત્રમાં નવીનતાનો અમલ કરવામાં હં મેશાં તત્પર રહે તા. નાનામાં નાના કાર્યને પણ પૂર્ણ નિષ્ઠાથી કરવાના તેમના સ્વભાવની વિશિષ્ટતા ઘણી રીતે નવજીવનને ઉપયોગી રહી છે. ઉપરાંત નવજીવનમાં પ્રેસનાં કામોમાં તેમની ભૂમિકા હં મેશાં ચાવીરૂપ રહી છે. રાજેશભાઈના પરિવારનો નવજીવન સાથે આઠેક દાયકાનો સંબંધ રહ્યો છે. તેમના સ્વાતંત્ર્ય સેનાની પિતા ચંદુલાલભાઈએ જીવનના પાંચ દાયકા નવજીવનને આપ્યા અને સમર્પણભાવે સંસ્થાની સેવા કરી હતી. યુવાનવયે નવજીવનમાં જોડાનારા રાજેશભાઈમાં પણ પિતાની જેમ સંસ્થા પ્રત્યે સમર્પણભાવ રહ્યો છે. સ્વૈચ્છિક જવાબદારી લેવી અને કોઈ પણ કામને પોતાની સૂઝબૂઝથી પાર પાડવું, તે રાજેશભાઈની વિશેષતા રહી છે. નવજીવનમાંથી તેમની વિદાય ચોક્કસ એક ખાલીપો સર્જશે. નવજીવન પરિવાર વતી શ્રી રાજેશભાઈને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છા.
શ્રી ગણપતભાઈ દ. પટેલ નવજીવનમાં ૩૬ વર્ષ સેવા આપીને તા. ૧૧-૧૨-૧૭ના રોજ વયનિવૃત્ત થયા છે. વિદાય સમારં ભમાં સંસ્થા દ્વારા શાલ ઓઢાડીને અને ચરખો ભેટ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. નવજીવનમાં તેમની લાંબી કારકિર્દી દરમિયાન તેમણે ટ્રેડલ મેન તરીકે શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓએ ઑફસેટ મશીનની કામગીરીમાં હે લ્પર તરીકે સેવા આપી. છેવટે તેમણે બાઇન્ડિગ વિભાગમાં પણ તેમની સેવાનો લાભ આપ્યો. મૂકબધિર હોવા છતાં તેઓએ પ્રારં ભથી જ નવજીવનના અન્ય કર્મચારીઓની માફક જ દરે ક કાર્યને પૂરા ખંત અને આગવી સૂઝથી કર્યું છે. નવજીવન પરિવાર વતી ગણપતભાઈને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છા.
નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા
જાન્યુઆરી, ૨૦૧૮ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી સુશ્રી ભારતીબહે ન દી. ભટ્ટ, હિસાબ વિભાગ,
• જ. તા. ૦૩-૦૧-૧૯૬૦
શ્રી સોમનાથ ર. જોષી, બાઈન્ડિંગ વિભાગ,
• ૧૮-૦૧-૬૦
શ્રી અશોકભાઈ ર. દાતણિયા, બાઈન્ડિગ વિભાગ,
• ૨૭-૦૧-૫૯
શ્રી રાજેન્દ્રભાઈ રા. મૌર્ય, એસ્ટેટ કાર્યાલય,
• ૨૫-૦૧-૬૬
શ્રી શંકરજી દો. ઠાકોર, બાઈન્ડિગ વિભાગ,
• ૨૮-૦૧-૬૫
શ્રી કાનજીભાઈ શા. પરમાર, બાઈન્ડિંગ વિભાગ,
• ૨૫-૦૧-૬૦
શ્રી શશિકાંત ભા. ભાવસાર, ઑફસેટ વિભાગ,
• ૩૦-૦૧-૫૯
नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૭]
457
‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… લવાજમ
માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે. રૂબરૂ લવાજમ ભરી શકાય છે. નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust
બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા
બ્રાન્ચૹ આશ્રમ રોડ
કરન્ટ એકાઉન્ટ એકાઉન્ટ નંબરૹ 10295506832 બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628 એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂટક કિંમત _ 40
ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15
458
પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40
સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25
રજત અંક છૂટક કિંમત _ 25
જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25
[ ડિસેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ
‘नवजीवन નો
અ�રદેહ’ના
વિશેષાંકોમાં નવું સીમાચિહ્ ન ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક
૱ ૫૦/-
ગાંધીજી ઉપરાંત રસ્કિન, ટૉલ્સ્ટૉય, હ્યૂગો, ટાગોર, નેહરુ, ટોફલર, કા.કા., કિશોરલાલ, નરહરિ પરીખ, જુ ગતરામ દવે, મામાસાહે બ ફડકે, મોરારજી દેસાઈ, મગનભાઈ દેસાઈ, નાની પાલખીવાળા જ ેવી અનેક વિભૂતિઓના વિચારવિશ્વને જાતે જ ખોલીને તેમના સુધી લઈ જવા પ્રેરતો વિશેષાંક ગાંધીવિચારના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષાનાં ઉત્તમ પુસ્તકો સમાવતો આ વિશેષાંક વ્યક્તિગતથી લઈને સંસ્થાકીય, કોઈ પણ લાઇબ્રેરીમાં હોવા જોઈતાં શ્રેષ્ઠ પુસ્તકો વસાવવા માટે રે ડી રે કનર બની રહે શે. • ૧૦૧ પુસ્તકો • પ૦થી વધુ લેખકો • ૧૩૨ પાનાં • ૹ પ્રાપ્તિસ્થાનૹ નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પુસ્તક ભંડાર નવજીવનની વેબસાઈટૹ http://www.navajivantrust.org પર પ્રાપ્ય ૪૫૯
સરદાર પટેલને કિશોરલાલ મશરૂવાળાની અંજલિ
૪૬૦