વર્ષૹ ૦૬ અંકૹ ૦૪ સળંગ અંકૹ ૬૦ • એપ્રિલ ૨૦૧૮
છૂટક કિંમત ઃ _ 15
માણસ બદ્ધ છે, અજ્ઞાન છે, કુ વાસનાઓથી ઘેરાયેલો છે, પરિસ્થિતિથી જકડાયેલો છે તેથી તેનો આત્મા દબાઈ ગયો છે. વિકાસને માટે તેને અવકાશ નથી મળતો. આ બધાં બંધનોમાંથી જ ે મુક્ત કરે તે જ સાચી કેળવણી. શરીરને રોગ અને દુર્બળતાથી મુક્ત કરે , બુદ્ધિને જ્ઞાન અને ખોટા વિચારોમાંથી મુક્ત કરે , હાથપગ વગેરે કર્મેન્દ્રિયોને જડતાથી મુક્ત કરે , મનને લાલચ, ભય અને ક્ષુદ્ર સ્વાર્થ જ ેવી કુ વાસનાઓથી મુક્ત કરે , હૃદયને કઠોરતાથી તેમ જ ખોટી લાગણીથી મુક્ત કરે , આખા માણસને–મનુષ્યસમાજને પ્રાકૃ તિક, સામાજિક, આર્થિક, રાજકીય, બૌદ્ધિક વગેરે સર્વ દાસ્યોમાંથી મુક્ત કરે , રસવૃત્તિને વિલાસમાંથી મુક્ત કરે , શક્તિને મદમાંથી મુક્ત કરે , આત્માને કૃ પણતા કે અહં કારના પંજામાંથી મુક્ત કરે , તે જ વિદ્યા—તે જ ‘કેળવણી’. [કાલેલકર ગ્રંથાવલિૹ કેળવણીવિષયક લેખોમાંથી]