વર્ષૹ ૦૯ અંકૹ ૦૩-૦૪ સળંગ અંકૹ ૯૫-૯૬ •માર્ચ – એપ્રિલ ૨૦૨૧
છૂ ટક કિંમત ઃ _ ૨૫
“કેળવણી એટલે ચોપડીની કેળવણી, ઉજળિયાત કેળવણી, છાયામાં બેસી જીવન પૂરું કરવાની કેળવણી, ધન, પ્રતિષ્ઠા અને સલામતી સ્થાયી કરવાની કેળવણી, એટલો અર્થ અંગ્રેજી કેળવણીમાંથી આપણે શીખ્યા હતા. એના બદલામાં, કેળવણી એટલે ચારિત્ર્યનો ઉત્કર્ષ, કૌશલ્યની પરાકાષ્ઠા, સેવાનો સ્વાનંદ અને ધર્મનિષ્ઠાનો સમભાવ, એ નવો અર્થ ગાંધીજીએ કરી આપ્યો. લોકો Material standard of life વધારીને Moral standard of life ઘટાડતા હતા, જીવનની પાર્થિવ જરૂરિયાતન વધારીને આત્માને સંકુચિત કરતા હતા, નૈતિક જીવનને હણતા હતા. એ દુર્દશામાંથી દેશને બચાવવાનો ગાંધીજીએ પ્રયત્ન કર્યો; અને અંતે કહ્યું કે, ઉજળિયાત કેળવણીને ઉગારવા માટે એમાં થોડો ઉદ્યોગોનો ઉમેરો કરો એટલું બસ નથી. એ વાટે ન તો ઉદ્યોગ ઉદ્દીપિત થાય, ન કેળવણી જીવતી થાય. ઉદ્યોગ વાટે જ કેળવણી આપો, એટલે એ એની મેળે સ્વાવલંબી થશે અને સહે જ ે લોકહિતકારી પણ થશે.” [દત્તાત્રેય બા. કાલેલકર, ‘કેળવણીનો કોયડો’ પુસ્તકની પ્રસ્તાવનામાંથી]