Navajivanno Akshardeh July-Aug-September-2017

Page 1

વર્ષૹ ૦૫ અંકૹ ૦૭-૦૯ સળંગ અંકૹ ૫૧-૫૩ • જુ લાઈ-સપ્ટેમ્બર ૨૦૧૭

છૂટક કિંમત ઃ _ 50

• પસુ ્ત

ચય  •

ક પરિ ૧૦૧

િ શ ે ષ ાં


વર્ષૹ ૦૫ અંકૹ ૦૭-૦૯ સળંગ અંકૹ ૫૧-૫૩ • જુ લાઈ-સપ્ટેમ્બર ૨૦૧૭ છૂ ટક કિંમત ઃ _ 50

કેતન રૂપેરા

સાજસજ્જા

ી આચાર્ય કૃ પાલાન

સુવર્ણ અંક

કિશોરલાલ મશરૂવાળા

અશોક પંડ્યા

શ્રદ્ધાંજલિ

રજત અંક

[હરિજનબંધુ, ૨૫-૧૦-૧૯૩૬] વાર્ષિક લવાજમ ઃ

ીજી

કાલ

ેલક

કર

ંબેડ

ની

જી ાંધી

કથ

ત્મ

ગ જેલમાં ગાંધીવિચાર જલપાન અને આહાર

નવજીવન : તારીખ અને તવારિખ

રેલ

વે

મુસ

ને ગોર�ા હિંદુ, હિંદુ ધર્મ અ

ાફ

ગાંધી અને કળા

રી

દિવસો ગાંધીજીના અંતિમ

હરિજનબંધુ

પ્રથમ અંક

ાહે

ખાદ

ગાંધીચિત્રકથા

લવાજમ મોકલવાનું સરનામું

નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

ાંધ

રા ીયાત્

સત્યાગ્રહ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/

ગાંધ

રોગ્ય સ્વચ્છતા અને આ

આવરણ ૧ લેખનમગ્ન મો. ક. ગાંધી નોઆખલી, પૂર્વ બંગાળ, નવેમ્બર ૧૯૪૬

ાસ

ને આ

ી અ

પુસ્તકમેળો

ભાષાશુદ્ધિ

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

કાક

ગાંધીજીનો અ�રદેહ

અપૂર્વ આશર

આવરણ ૪ गीतापदार्थकोष अंगे गांधीजीनी प्रस्तावना

પુસ ્તક

ગાંધીદૃષ્ટિ

પરામર્શક

કપિલ રાવલ

પર િચ

સંપાદક

કોમીત્રિક

વિવેક દેસાઈ

ોણ

હિંદ સ્વરાજ નઈ તાલીમ ગાંધીજીની દિનવારી દા ંડી કૂચ જીવનદૃષ્ટિ

તંત્રી

ણ અસ્પૃશ્યતાનિવાર ધર્મની શક્તિ

જાહેરજીવ નમ

ાં સિદ્ધાંત ો

લે મિઝેરાબ્લ

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના ૨૧૮ દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.


એકાવનમે...

નવજીવનની

પ્રકાશન પ્રવૃત્તિ તથા નવજીવનના ભવિષ્યમાં થનારા નવસંસ્કરણની સહુને જાણ રહે એ સારુ ‘नवजीवनનો અક્ષરદેહ’ શરૂ કરવાનું નક્કી કરે લું. ખોટમાં જ ચલાવવાનું છે એવો શરૂઆતથી જ મક્કમ નિર્ધાર હોવાથી ક્યાંય અંકમાં મરીમસાલા છાંટ્યા વગર જ ેવું છે તેવું ‘નવજીવન’ બતાવવાનો પ્રયાસ પહે લા અંકથી જ હતો. પત્રકાર ને સાહિત્યજગત ઉપરાંતના ઘણા વાચકોએ એને બિરદાવવાનું શરૂ કર્યું એ આનંદ અનેરો હતો. ‘અમારું મૅગેઝિન સંસ્કારી છે, આપ વાંચો’ જ ેવું કાંઈ અમે કોઈને કહે વાનું ટાળ્યું છે. તેમ છતાં ઘણાં સૂચનો-સલાહો જુ દાજુ દા વર્ગના લોકોએ અમને આપ્યાં ને હજુ પણ તે ચાલુ જ છે. ને એનો આનંદ એટલા માટે કે આ વંચાય તો છે જ... ‘નવજીવન સાંપ્રત’ના નામે થયેલાં નવાં પ્રકાશનો વિશે ઘણી ફરિયાદો ને મિશ્ર પ્રતિસાદો મળ્યાં જ ેને સ્વાભાવિકપણે જ આવકાર્યાં છે. નવજીવન અથવા તો કોઈ પણ પ્રકાશન સંસ્થાએ શું ન છાપવું એ નક્કી કરવાનો અધિકાર માત્ર પ્રકાશકીય સંસ્થા ને એના ટ્રસ્ટીઓનો છે એવું મારું માનવું છે. ‘કાજલ ઓઝા-વૈદ્ય’ ને ગુણવંત શાહનાં પુસ્તકો કરતાં એમનાં નામ સામેની વાંધા અરજીઓ ઘણી આવી ત્યારે વાત એ કરવાની કે પુસ્તકના ‘કન્ટેન્ટ’ સામે વાંધો હોય તો ચોક્કસ વાત કરીએ. પણ, અંગત ગમા-અણગમાને વ્યક્ત કરવાનું ને સવાલ-જવાબ આપવા-લેવાનું આ પ્લૅટફૉર્મ નથી. સમગ્ર મરીઝ અપૂર્વ આશરે સંપાદિત કરે લું પુસ્તક એ બાપુની આત્મકથા જ ેવું ઘરે ણું છે એવો સ્વીકારભાવ નહીં આવે ને દરે ક પ્રકાશન કે વિચારને માત્ર જડ થઈને ‘બાપુ’ સાથે સરખાવીશું તો એવા વિવાદોનો અંત જ નહીં આવે. માધવ રામાનુજનું અંતરનું એકાંત (સમગ્ર કવિતા) કે રઘુરાયની કૉફી-ટેબલ બુક Gujarat તથા જુ દા જુ દા વિષયનાં અનેક પુસ્તકો ‘નવજીવન સાંપ્રત’ થકી થયાં છે ને થશે. પણ, ખભે જ રાખી મૂકેલાં બાણ જ્યારે ચોક્કસ નામ સામે તાકીને કોઈ ઊભું રહે ત્યારે દુઃખ થાય. ને બીજા અર્થમાં આ સ્થિતિ સર્જાવી પણ જોઈએ જ ેથી ખરે ખર સંસ્થા સાથે જોડાયેલી વ્યક્તિઓ ખરે ખર લાગણીથી જોડાઈ છે કે નહીં એની ખાતરી થાય. આ બધી પળોજણમાં નવજીવને ગાંધી ચિત્રકથાનો હમણાં જ પ્રકાશિત કરે લો માસ્ટરપીસ વિશે કેમ સહુ ચૂપ છે? જ ેલના કેદીઓની ગાંધીપરીક્ષા ને કેદીઓ દ્વારા બનાવાયેલાં ચિત્રોનું પ્રદર્શન, કાવ્ય સંમેલન આ વિશે કટારલેખકો ને ટીકાપત્રકારો કેમ લાઇન લખી શકતા નથી? પણ, બધું આનંદ આનંદ છે. મતભેદો જ સારી ને સાચી પ્રવૃત્તિઓની બારી ખોલી આપે છે. ૨૦૧૯માં ગાંધીજીની ૧૫૦મી જયંતી તો ખરી જ ‘નવજીવન’ પણ સો વર્ષ પૂરાં કરવા જઈ રહ્યું છે ત્યારે માત્ર પ્રકાશન પ્રવૃત્તિ નહીં પણ, સમાજના જુ દાં જુ દાં ક્ષેત્રોમાં પહોંચીને ગાંધીવિચારને છેવાડાના લોકો સુધી પહોંચાડવાની અમારા સહુની કોશિશ રહે શે. આત્મકથા માત્ર રૂ. ૫૦/-માં પ્રકાશિત થઈ ચૂકી છે. ‘ગાંધી-૧૫૦’ નિમિત્તે આ નવજીવન તરફથી પહે લી ભેટ છે. ખાદીનાં તૈયાર વસ્ત્રોની દુકાન ‘સ્વત્વ’ તથા ‘સત્ય આર્ટ ગૅલરી’ સરસ રીતે ચાલી રહ્યાં છે. ‘કર્મ કાફે ’ની ગાંધી થાળીની સોડમ ઠેઠ વિદેશ લગી પહોંચી છે એનો આનંદ પણ વ્યક્ત કરું છુ .ં ગાંધીવિચાર સાથે લોકોને કોઈને કોઈ રીતે જોડવાની કોશિશમાં ‘નવજીવન’ પૂરેપૂરું સફળ થયું છે એવું લખતા હૃદયથી ઉમળકો અનુભવું છુ .ં ૧૦૧ પુસ્તકના પરિચયવાળા આ વિશેષાંકને સહુ વધાવી લેશો એવી અપેક્ષા સહ… વિવેક દેસાઈ મૅનેજિગં ટ્રસ્ટી નવજીવન

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

219


‘नवजीवनનો અ�રદેહ’ એકાવનમે વિશ્વપ્રતિભાના વિચારવિશ્વના દરવાજા જાતે ખોલવા માટે ની પ્રેરણા માત્ર

સંપાદક

જાન્યુ.

ફે બ્રુ. ૨૦૧૩માં ‘नवजीवनનો અક્ષરદેહ’ સામયિક વાટે ગાંધીસાહિત્યની વનરાજીમાં પહે લું પગલું માંડ્યું ત્યારે અણસાર સુધ્ધાં નહોતો કે એકાવનની સફર આમ જ કપાઈ જશે. આ લાગણી જ ેટલી સંપાદકની તેટલી જ નવજીવન મુદ્રણાલય અને પ્રકાશન મંદિર સાથે સંકળાયેલા સૌની બની રહી છે. પ્રકાશન સંસ્થાના સામયિક રૂપે, એક જુ દી ભૂમિકાએ અને જુ દા સંજોગોએ, અને તેથી કરીને જુ દા દાયિત્વે આ સામયિકનો જન્મ થયો હોવા છતાં, કેમ કે તેનો નાતો કોઈને કોઈ રીતે ગાંધીજીનાં ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ અને ‘હરિજન’પત્રો સાથે કાયમ છે, તેના કારણે વાચકોના મનમાં પણ સહજપણે જ એની સરખામણી ગાંધીજીના ‘નવજીવન’ સાથે થતી રહે છે અથવા એ જ ‘નવજીવન’ હવે નવા નામે શરૂ થયાની લાગણી વ્યક્ત થતી રહી છે, આ જોતાં ગાંધીવિચારનાં અને તેને લગતાં પુસ્તકોના પ્રચાર-પ્રસારના મૂળ ઉદ્દેશ ઉપરાંત પણ અક્ષરદેહનું એક અલગ દાયિત્વ બની રહે છે—તે ગુજરાતની રાજનૈતિક અને સાંસ્કૃતિક ચેતના જાળવી રાખવાનું ને જગવવાનું. આ દાયિત્વ ગાંધી શું કહી ગયા તે વાચકો સુધી એમ જ પહોંચાડવાને બદલે, દેશ-દુનિયાની સાંપ્રત ઘટનાઓના સંદર્ભે ગાંધી કે તેમના સાથીદારોના વિચારો મૂકવામાં આવે એ વધુ જરૂરી બની રહે છે. અત્યાર સુધી આ સામયિકની એ ભૂમિકા રહી હોવા છતાં બની શકે કે આવનારા સમયમાં એ વધુ સક્રિયતાથી ભજવવાની થાય. ગાંધીજી ઉપરાંત રસ્કિન, ટૉલ્સ્ટૉય, હ્યૂગો, ટાગોર, નેહરુ, ટોફલર, કા.કા., કિશોરલાલ, નરહરિ પરીખ, જુ ગતરામ દવે, મામાસાહે બ ફડકે, મોરારજી દેસાઈ, મગનભાઈ દેસાઈ, નાની પાલખીવાલા જ ેવી અનેક વિભૂતિઓના વિચારવિશ્વને ભલે પૂર્ણપણે આપણી સમક્ષ ખોલી ન આપતો, પણ એ વિશ્વના દરવાજા જાતે જ ખોલીને તેમના સુધી લઈ જવા પ્રેરતો આ વિશેષાંક અત્યાર સુધી પ્રકાશિત પરિચયોમાંથી પચાસ અને નવા પચાસ એમ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. નવજીવનનાં પોતાનાં જ ૮૦૦ ઉપરાંત પુસ્તકો અને એ સિવાયનાં પ્રકાશનોનાં પુસ્તકોમાંથી પણ ચુનંદા પુસ્તકો લેવાના હોય ત્યારે ૧૦૧નો આંકડો પોતાનામાં મોટો હોવા છતાં તેની સંખ્યાકીય મર્યાદા બની રહે છે. આ મર્યાદાને શક્ય એટલા વિષય વૈવિધ્ય, સ્વરૂપ વૈવિધ્ય અને લેખક વૈવિધ્યથી ઓળંગવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાં, છેવટે પુસ્તકની પ્રાપ્યતાથી લઈને તેનો પરિચય આપનાર લેખકોને જોઈતો સમયાવકાશ એક મર્યાદા બની રહે છે. લેખકો નવજીવનની જૂ ની મૂડી છે. એ જૂ ના હોય કે અત્યારના, નવજીવન માટેના જ ે પ્રેમાદરથી તેમણે પરિચયો લખી આપ્યા છે, તે એમણે નિભાવેલું ગાંધીકર્મ છે. કેટલાક પરિચયો નવેસરથી ન લખાવતા તેનાં આવકાર-પ્રસ્તાવના-પુરોવચનમાંથી જ સંપાદિત અંશો લેવા મુનાસિબ માન્યા છે. આ પુસ્તકોને તેમનાં અભિવ્યક્તિ સ્વરૂપની રીતે, જ ેમ કે આત્મકથા, જીવનચરિત્ર, નવલકથા, સંશોધનાત્મક... એ રીતે વર્ગીકૃ ત કરાયાં છે. એ રીતે બની શકે કોઈ પુસ્તક એકથી

220

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


વધુ વર્ગમાં મેળે બેસતું હોય પણ તકનીકી દૃષ્ટિએ મૂકવાનું તો કોઈ એક વર્ગમાં જ થાય. જ ેમ કે, રસ્કિનનું અન્ટુ ધિસ લાસ્ટ આર્થિક નિબંધો તરીકે વિશ્વમાં ખ્યાત છે, પણ પહે લી વાર પ્રકાશિત થયાનાં દોઢસોથીયે વધુ વર્ષો પછી હવે તે નિબંધ તરીકેની જ માત્ર ઓળખ ન ધરાવતા આદર્શ વિશ્વ સમાજની રચનાનાં દર્શન સ્વરૂપે પણ ઊભરે છે. તેથી એ રીતે પણ તેને જોવાવું જોઈએ. બાપાલાલ ગ. વૈદ્યનું દિનચર્યા ચરક, સુશ્રૂત અને કાશ્યપ સંહિતાની સાથોસાથ પશ્ચિમી આરોગ્યશાસ્ત્રીઓએ કરે લાં અનેક સંશોધનો-સંદર્ભો યુક્ત હોવાથી દેખીતી રીતે સંશોધનાત્મકમાં જાય, પણ તેમાંના કેટલાક લેખો અન્ય સામયિકમાં પણ લેખ સ્વરૂપે પ્રકાશિત થયા હોવાથી અને એથી વિશેષ, તે સામાન્ય માણસ પણ સમજી શકે તેવી લોકભોગ્ય શૈલીમાં લખાયા હોવાથી સંશોધનાત્મકના ભાર તળે રાખવા કરતાં લેખસંગ્રહમાં મૂકવું ઠીક જણાયું છે. એકથી વધુ પુસ્તકોને આ રીતે વર્ગીકૃ ત કરાયાં છે. ગાંધીજીની એકસો પચાસમી ને નવજીવનની શતાબ્દી ૨૦૧૯માં આવી રહી છે, ત્યારે તેની હઈસો હઈસો ઢબની ઉજવણીને બદલે વિચાર-વાણી-વર્તનની એકતા જાળવીને આ ઉજવણી થાય એ માટેની લાયકાત કેળવવાને માટે, આટલી ગાંધીદૃષ્ટિૹ ‘આપણામાં ઘણા નકરું વાચન કરનારા હોય છે. તે વાંચે છે પણ વિચારતા નથી. તેથી વાંચેલાનો અમલ તો શાને જ કરે ? તેથી થોડુ ં વાંચવું, તે વિચારવું અને તેનો અમલ કરવો. અમલ કરતાં જ ે યોગ્ય ન લાગે તે રદ કરવું ને પછી આગળ વધવું. આમ કરનાર ઓછા વાચનથી પોતાનો નિર્વાહ કરી શકે, ઘણો વખત બચાવે, અને મૌલિક કામો કરવા જવાબદારી વહોરવા લાયક થાય.’ (ગાંધીજીનો અક્ષરદેહ-૫૦, ૩૬૪-૬૫) 

ગાંધીજીનાં બે સ્વપ્નો ૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મી તારીખે ભાવિ સાથેના સંકેતની ભારતની અમર ક્ષણ હતી. તે દિવસે ભારતના મહાન નેતાઓ નવી દિલ્હીમાં હાજર હતા પણ સૌથી મહાન નેતા મહાત્મા ગાંધી ત્યાં નહોતા. બ્યૂગલો વાગ્યાં અને નગારાં ગાજ્યાં પણ આ સલામી લેવા મહાત્મા ગાંધી ત્યાં નહોતા. હજાર કૅ મેરાઓની ચાંપ દબાઈ અને રાજકીય મંચ પર તેજસ્વી પ્રકાશ ફેં કાયો પણ તેઓ આ નમસ્કાર ઝીલવા હાજર નહોતા. તેઓ એ સમયે બંગાળના ગરીબો વચ્ચે કામ કરી રહ્યા હતા. એમની ગેરહાજરીનું કારણ બહુ સ્પષ્ટ હતું. તેમના જીવનમાં બે જ સ્વપ્નો હતાં. એમનું પહે લું સ્વપ્ન સાકાર થયું પણ બીજુ ં નહીં. અને મહાત્માના મતે બીજુ ં સ્વપ્ન જુ લમ અને અન્યાયમાંથી, અસમાનતા, વિરોધ અને વિસંવાદિતામાંથી ભારતવાસીઓની મુક્તિનું હતું. એમના પોતાના જ શબ્દોમાં કહં ુ તોૹ ‘હં ુ કામ કરીશ એવા ભારત માટે જ ેમાં સૌથી ગરીબ માણસને લાગે કે જ ેના ઘડતરમાં એનો અસરકારક અવાજ હતો એવા દેશમાં એ રહે છે. એવા ભારત માટે જ ેમાં કોઈ ધનવાન વર્ગ અને ગરીબ વર્ગ નહીં હોય, એવા ભારત માટે જ ેમાં બધી જ કોમો સંપૂર્ણ સંવાદિતામાં રહે શે. આ મારા સ્વપ્નનું ભારત છે.’ સ્વતંત્રતાના વાર્ષિક દિવસે મહાત્માના બીજા સ્વપ્નને પરિપૂર્ણ કરવાના કામમાં આપણી જાતને પરોવવાથી વધુ સારું કયું કામ આપણે કરી શકીએ? વૉશિંગ્ટન, ડી. સી. (ઑગસ્ટ ૧૫, ૧૯૭૮) [અમે ભારતના લોકો (લે. નાની પાલખીવાલા)માંથી]

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

221


‘नवजीवनનો અ�રદેહ’ એકાવનમે તંત્રીલેખ  ૨૧૯ સંપાદકીય ૨૨૦

આત્મકથા

૧. ૨. ૩. ૪. ૫. ૬.

મારું જીવનવૃત્તાંત આચાર્ય કૃ પાલાનીની આત્મકથા એક સાધિકાની જીવનયાત્રા મઝધાર મારી જીવનકથા પુ​ુરુષાર્થ પોતાનોૹ પ્રસાદ પ્રભુનો

૨૨૫ ૨૨૭ ૨૨૯ ૨૩૧ ૨૩૨ ૨૩૪

આત્મકથનાત્મક

૭. ૮. ૯.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ૨૩૬ જીવનનો ઉત્સવ ૨૩૭ મારી બહે નો સ્વરાજ લેવું સહે લ છે ૨૩૮

ટૂ કાર્ ન

૧૦.

૧૧.

Gandhi in Cartoons રવીન્દ્ર-સૌરભ

કાવ્ય ચિંતનાત્મક

૨૩૯ ૨૪૦

૧૨. ૧૩. ૧૪. ૧૫.

ગાંધી-વિચાર-દોહન ચૂપ નહીં રહે વાય ત્યારે કરીશું શું? વિદાય વેળાએ

૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩.

ગાંધીજીનું પહે લું ચરિત્ર ૨૪૫ અજાતશત્રુ લિંકન ૨૪૬ બા  ઃ મહાત્માનાં અર્ધાંગીની ૨૪૭ સરદાર પટેલ — એક સમર્પિત જીવન ૨૪૮ My Early Life — An illustrated Story ૨૪૯ મોહનમાંથી મહાત્મા ૨૫૦ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ૨૫૧ ગાંધીજીનું ખોવાયેલું ધન : હરિલાલ ગાંધી ૨૫૩

જીવનચરિત્ર

222

૨૪૧ ૨૪૨ ૨૪૩ ૨૪૪

ડાયરી

૨૪. ૨૫. ૨૬.

બા બાપુની શીળી છાયામાં પ્રાસંગિક પ્રતિસાદ દિલ્હીમાં ગાંધીજી (ભાગ–૧, ૨)

દર્શનાત્મક

૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૩૨.

હિં દ સ્વરાજ્ય મારા સ્વપ્નનું ભારત અન્ટુ ધિસ લાસ્ટ વૈકુંઠ તારા હૃદયમાં છે ગ્રામ સ્વરાજ લોકશાહી–સાચી અને ભ્રામક

૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨૫૮ ૨૫૯ ૨૬૦ ૨૬૧ ૨૬૨ ૨૬૩

દસ્તાવેજીકરણ

૩૩. ૩૪. ૩૫. ૩૬. ૩૭. ૩૮.

ગાંધીજીની દિનવારી ૨૬૪ GANDHI, GANGA, GIRIRAJ ૨૬૫ Non-Violence and Social Change ૨૬૬ Trial of Gandhiji ૨૬૭ ગાંધીજી અને તેમના પાયાના કાર્યકરો ૨૬૯ ગાંધી ગયા : હવે માર્ગદર્શન કોણ આપશે? ૨૭૦

૩૯. ૪૦. ૪૧. ૪૨.

લે મિઝેરાબ્લ ઉર્ફે દરિદ્રનારાયણ આશા અને ધીરજ માનવી ખંડિયેરો પહે લો ગિરમીટિયો

નવલકથા

નિબંધાત્મક

૪૩. ૪૪. ૪૫. ૪૬. ૪૭.

સંક્ષિપ્ત માનવઅર્થશાસ્ત્ર યંત્રની મર્યાદા ત્રીજુ ં મોજુ ં રે સ્ટ્સ વન્ય પ્રાણીસૃષ્ટિ

૨૭૨ ૨૭૪ ૨૭૫ ૨૭૬ ૨૭૮ ૨૭૯ ૨૮૧ ૨૮૨ ૨૮૩

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક પત્રસાહિત્ય

૪૮. ૪૯. ૫૦.

મંગળપ્રભાત જગતના ઇતિહાસનું સંક્ષિપ્ત રે ખાદર્શન જ્યાં રહો ત્યાં મહે કતા રહો

પ્રવચનો–ભાષણો

૫૧. ૫૨. ૫૩.

રાષ્ટ્રવાદ આત્મરચના અથવા આશ્રમી કેળવણી સરદાર વલ્લભભાઈનાં ભાષણો

૫૪. ૫૫. ૫૬.

હિમાલયનો પ્રવાસ પૂર્વરં ગ-હિમરં ગ વિદેશ વસવાટનાં સંભારણાં

પ્રવાસ-વર્ણન

મુલાકાત

૫૭. ૫૮.

પંડિતજી—પોતાને વિશે ગાંધીજી સાથે અઠવાડિયું ગાંધીજીના સહસાધકો

૬૦. ૬૧. ૬૨. ૬૩. ૬૪. ૬૫. ૬૬. ૬૭. ૬૮. ૬૯. ૭૦.

અમે ભારતના લોકો દિનચર્યા બહુરૂપી ગાંધી GANDHI : The alternative to violence શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી જીવતા તહે વારો હૃદયરોગ : સર્વાંગી અિભગમ સમૂહજીવનનો આચાર મધપૂડો પંખીઓની ભાઈબંધી વિદ્યા વધે એવી આશે

વાર્તા-સંગ્રહ

૭૧. ૭૨. ૭૩.

૨૯૨ ૨૯૩ ૨૯૪

૨૯૭

લેખસંગ્રહ

૨૮૮ ૨૯૦ ૨૯૧

૨૯૫ ૨૯૬

રે ખાચિત્રો

૫૯.

૨૮૪ ૨૮૫ ૨૮૭

મૂરખરાજ અને તેના બે ભાઈઓ લસણ બાદશાહ સીતાહરણ

૨૯૮ ૨૯૯ ૩૦૦ ૩૦૧ ૩૦૨ ૩૦૩ ૩૦૪ ૩૦૫ ૩૦૬ ૩૦૭ ૩૦૮

શ્રદ્ધાંજલિ

૭૪. ૭૫.

૧૦૦ Tributes to Gandhiji આશ્રમનો પ્રાણ

૩૧૨ ૩૧૪

સંશોધનાત્મક

૭૬. The Selected Works of Mahatma Gandhi ૩૧૫ ૭૭. મહાત્મા ગાંધીના વિચારો ૩૧૭ ૭૮. The Spiritual Basis of Satyagraha ૩૧૮ ૭૯. The Power of Non-Violence ૩૧૯ ૮૦. Gandhi Before India ૩૨૧ ૮૧. સત્યાગ્રહની મીમાંસા ૩૨૨ ૮૨. ગાંધીજીનો સંસ્કારવારસો ૩૨૩ ૮૩. મહાત્મા ગાંધી, કૉંગ્રેસ અને હિન્દુસ્તાનના ભાગલા ૩૨૪ ૮૪. મધરાતે આઝાદી યાને

ગાંધીજીની હત્યાની કહાણી ૮૫. Cotton Khadi in Indian Economy ૮૬. સ્ત્રીઓ અને સ્ત્રીજીવનની સમસ્યાઓ ૮૭. महात्मा गांधी और रेलवे ૮૮. Gandhi’s outstanding Leadership ૮૯. ગાંધીજીનું સાહિત્ય ૯૦. ગાંધીજીનું શિક્ષણદર્શન ૯૧. ગાંધીજી અને પાંચ સાક્ષરો ૯૨. Gandhi On Women ૯૩. To Students ૯૪. દાંડીકૂ ચ ૯૫. દારૂબંધી કોઈ પણ ભોગે ૯૬. आज भी खरे है तालाब

સંસ્મરણો

જીવનનું પરોઢ બાપુના આશ્રમમાં ઓતરાતી દિવાલો રવિયા દૂબળાના રખેવાળ ઠાકોરભાઈ દેસાઈ ૧૦૧. ગાંધીજી અને મજૂ રપ્રવૃત્તિ ૯૭. ૯૮. ૯૯. ૧૦૦.

૩૨૫ ૩૨૬ ૩૨૭ ૩૨૮ ૩૨૯ ૩૩૦ ૩૩૧ ૩૩૨ ૩૩૪ ૩૩૫ ૩૩૭ ૩૩૯ ૩૪૦

૩૪૧ ૩૪૨ ૩૪૩ ૩૪૪ ૩૪૫

૩૦૯ ૩૧૦ ૩૧૧

ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ૩૪૭

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

223


આ અંકના લેખકો 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7

અજય નાયક ૨૯૪ અમૃત મોદી ૩૪૨ અરુણ વાઘેલા ૨૩૩ અશ્વિનકુ માર ૨૫૮, ૨૯૨ આનંદ આશરા ૨૪૨ ઇન્દુકુ માર જાની ૨૯૦, ૩૨૪ ઉર્વીશ કોઠારી ૨૬૪, ૨૭૦ કપિલ રાવલ ૩૦૪, ૩૧૦ કાર્તિકેય ભટ્ટ ૨૭૮, ૨૮૧, ૩૦૮ કિરણ કાપુરે ૨૩૬, ૨૫૧, ૨૬૩ કેતન રૂપેરા ૨૨૭, ૨૬૭, ૩૨૬ કેયૂર કોટક ૨૪૧, ૨૪૬, ૩૨૯ ગૌરાંગ જાની ૨૫૯, ૨૬૬ ચંદુ મહે રિયા ૨૯૮ ચિત્તરં જન વોરા ૩૧૯ જયેશ અધ્યારુ ૨૩૯ ટીના દોશી ૩૦૨ ડંકેશ ઓઝા ૨૨૫, ૨૨૯, ૨૮૫ દિલીપ ગોહિલ ૨૯૫ દિવ્યેશ વ્યાસ ૨૭૬ ધિરે ન પંચાલ ૩૦૦ નારાયણ દેસાઈ ૩૩૨ નિલય ભાવસાર ૩૩૫ નીલમ પરીખ ૩૨૭ પરે શ પરમાર ૩૩૯ પુનિતા હર્ણે ૨૮૭, ૩૩૪ પ્રકાશ ન. શાહ ૨૬૧ પ્રણવ અધ્યારુ ૨૪૩

7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7

પ્રફુલ્લ રાવલ ૨૩૧ પ્રવીણ ગઢવી ૨૪૫ પ્રશાંત દયાળ ૩૪૩ પ્રેમ આનંદ મિશ્રા ૩૧૮ બકુ લ ટેલર ૨૮૮ બિનીત મોદી ૨૫૩ બીરે ન કોઠારી ૩૦૬, ૩૦૯ મણિલાલ એમ. પટેલ ૨૯૧, ૩૪૫ મનુભાઈ પંચોળી 'દર્શક' ૨૩૪ મહાદેવ દેસાઈ ૨૪૪ યોગેન્દ્ર પારે ખ ૨૫૦ રજનીકુ માર પંડ્યા ૩૧૨ રમણીક સોમેશ્વર ૩૨૩ રમેશ બી. શાહ ૨૭૨ રસેશ જમીનદાર ૨૬૦ લલિત ખંભાયતા ૨૮૩, ૨૯૩, ૩૨૮ વાસુદેવ વોરા ૨૪૯, ૨૬૫ વિપુલ કલ્યાણી ૨૫૪ વિશાલ શાહ ૩૦૭, ૩૨૧, ૩૪૦ શિલ્પા ભટ્ટ-દેસાઈ ૨૪૦, ૨૫૫, ૨૭૪ સતીષ શામળદાન ચારણ ૨૩૭, ૨૪૭ સિદ્ધાર્થ ન. ભટ્ટ ૨૫૬, ૩૨૫ સુરેશ સોની ૨૭૫ સોહમ પટેલ ૨૭૯, ૩૧૫ હે મલ જાદવ ૨૯૭ સંપાદક અને સહાયકૹ ૨૩૮, ૨૪૮, ૨૬૨, ૨૬૯, ૨૮૨, ૨૮૪, ૨૯૬, ૨૯૯, ૩૦૩, ૩૦૫, ૩૧૧, ૩૧૪, ૩૧૭, ૩૨૨, ૩૩૦, ૩૩૧, ૩૩૭, ૩૪૧, ૩૪૪  નામ અકારાદિ ક્રમ પ્રમાણે

• આ અંકમાં સહાયકૹ કિરણ કાપુરે •

224

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


સ્વમાન માટે સભાનતા કે ળવતી આત્મકથા : મારુ ં જીવનવૃત્તાંત

મોરારજી

દેસાઈ, એવું નામ જ ે ગુજરાતી અને ગુજરાત હિતેચ્છુ હોવા છતાં સ્વતંત્ર ગુજરાત રાજ્ય માટેની મહાગુજરાત ચળવળ ટાણે ગુજરાત વિરોધી લેખાયું. એવું વ્યક્તિત્વ જ ે ઘણે અંશે ગાંધીવિચાર પ્રમાણે શિસ્તબદ્ધ કૉંગ્રેસી હોવા છતાં કૉંગ્રેસને જ હરાવીને જનતા મોરચા વતી દેશના વડા પ્રધાન બનવાનું થયું. એવા વડા પ્રધાન કે—જ ેમના સમય ગાળામાં, અત્યારે લોકોને શાસકો સામે સૌથી મોટી ફરિયાદ છે એ મોંઘવારી કાબૂમાં રહી હતી અને જીવન જરૂરિયાતની ઘણી ચીજવસ્તુઓના ભાવ ઘટ્યા હતા—તેમના વિશિષ્ટ વ્યક્તિત્વના કારણે જીવનની અનેક ઘટનાઓ કોઈને કોઈ મુદ્દે વિવાદમાં સપડાતી રહી. તેમને તેમના પોતાના દૃષ્ટિકોણથી સમજવાની તક પૂરી પાડે છે, આત્મકથા મારું જીવનવૃત્તાંત. મોરારજીભાઈએ આત્મકથા ત્રણ ભાગમાં ને મૂળે અંગ્રેજીમાં લખી છે. પછી એ ગુજરાતીમાં પ્રકાશિત થઈ છે. આ ત્રણેય ભાગને સંયુક્તપણે આકર્ષક મુખપૃષ્ઠ અને નવા લૅ-આઉટ, ટાઇપસેટિગ ં સાથે નવજીવન દ્વારા પુન:પ્રકાશિત કરવામાં આવી છે. પહે લા ભાગમાં બાળપણથી લઈને વિલ્સન કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ, પ્રાંત અધિકારી તરીકે અને ડેપ્યુટી કલેક્ટર તરીકેનો નોકરીનો કાર્યકાળ, નોકરીમાંથી રાજીનામું, સ્વરાજની લડતમાં પ્રવેશ અને જ ેલવાસ તથા ૧૯૫૨માં મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી સુધીની વાતો વણી લેવાઈ છે. આત્મકથાના બીજા ભાગમાં કેન્દ્રના નાયબ વડા પ્રધાન તરીકે ૧૯૬૯માં તેમણે રાજીનામું મારું જીવનવૃત્તાંત લેૹ મોરારજી દેસાઈ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2014 પેપરબેક સાઇઝૹ 7 "×9.5" ISBNૹ 978-81-7229-460-7 પાનાંૹ 16+736 • ૱ 900

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

આપ્યું ને કૉંગ્રેસના ભાગલા પડ્યા ત્યાં સુધીની વિગતો આવે છે. તેમાં મહાગુજરાતની ચળવળ અને વિદેશી પ્રવાસો વિશે પણ વિગતે લખાયું છે. ત્રીજો અને અંતિમ ભાગ કટોકટીકાળની વિગતો અને જયપ્રકાશ આંદોલન તથા તેમના જ ેલવાસને લગતો છે. જ ે અત્યંત ટૂ કં ો છે. ભાગ ૧ અને ૨માં પરિશિષ્ટો છે અને ત્રણેય ભાગની સૂચિ સળંગસૂત્રરૂપે એકસાથે મૂકવામાં આવી છે. આવરણ ૪ અને અંદરના પાને પોર્ટ્રેઇટ આર્ટિસ્ટ રમેશ ઠાકરે કરે લાં રે ખાંકનો પણ છે. ભલામણ ચિઠ્ઠી દ્વારા કામ કરાવવું એ પણ ભ્રષ્ટાચાર છે એવું મંતવ્ય યુવાન મોરારજીનું હતું. તેમણે લખ્યું છે, ‘જ ે લોકો ભલામણથી કામ કરાવી શકતા નથી, એટલે કે જ ેમની એવી લાગવગ હોતી નથી, તેઓ પૈસા આપીને કામ કરાવવા લલચાય છે અને તેથી જ ભલામણની વૃત્તિને હં ુ દૂષિત ગણું છુ .ં ’ પ્રાંત ઑફિસર અને ડેપ્યુટી કલેક્ટર તરીકે તેમણે લગભગ ૧૨ વર્ષ બ્રિટિશ રાજમાં અમદાવાદ, થાણા, ભરૂચ અને ગોધરામાં કામ કર્યું. લોકોની સેવા કરવામાં પોતાને મળેલા અધિકારોનો ઉપયોગ તેમણે કર્યો. આખી આત્મકથામાં એવા ઘણા પ્રસંગો છે જ ેમાં મોરારજીભાઈનો અભિગમ આપણને રૅ શનલ લાગે. ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા હતી, પરં તુ કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ન હતી. કોઈ પણ પ્રસંગને તેઓ તાર્કિક રીતે મૂલવવાનો પ્રયત્ન કરે છે તેવું દેખાય છે. આત્મવિશ્વાસ છે, સ્વમાન છે, પણ મહત્ત્વાકાંક્ષા નથી. મીઠુ ં છોડી દેવાથી લોકો તેમને ‘મહાત્મા’ ગણવા માંડ ે તો એ એમને પસંદ નથી અને એવી ખોટી કીર્તિ ટાળવા તેઓ મીઠુ ં શરૂ પણ કરી દે છે અને મરીમસાલા છોડવાનો સંતોષ લે છે. જ ેલમાં તો અવારનવાર જવાનું થયું છે પરં તુ ત્યાં સત્યાગ્રહીને છાજ ે એવી રીતે રહે વાનું તેમને પસંદ છે. કોઈ પણ ગેરરીતિથી કોઈ વસ્તુનો લાભ મળતો હોય અને બીજા બધા તે મેળવતા હોય તેમ છતાં પોતાને તે સ્વીકાર્ય ન લાગે 225


છે કે ‘મારા સંકલ્પમાં હં ુ કંઈક મોળો પડ્યો.’ એકંદરે મોરારજીભાઈનું વ્યક્તિત્વ જીવનવૃત્તાંતમાંથી સુપેરે પ્રગટ થઈ રહે છે. તેઓ સામ્યવાદના, સમાજવાદના, હિં સાના, શાસનહીનતાના સ્પષ્ટ વિરોધી છે. સત્યનિષ્ઠા અને ધર્મના આધારે સ્વમાનપૂર્વક જીવવાનો તેમનો પ્રયત્ન તેમને મુશ્કેલીઓ પ્રતિ દોરી જાય છે જ ેનો તેમને ભાગ્યે જ રં જ છે. પોતાનો જ ે ધર્મ લાગે છે તે પ્રમાણે તેઓ નિર્ણયો કરે છે. પરં તુ સ્વમાનના ભોગે કંઈ પણ મળે તે તેમને ખપતું નથી. આજ ે જ્યારે માત્ર રાજકારણમાં નહીં, માત્ર જાહે ર જીવનમાં નહીં પરં તુ સર્વત્ર, સ્વમાન ન હોય અથવા તો સ્વમાનનું કોઈ મૂલ્ય ન હોય તેવી રીતે ઘણા લોકો વર્તે છે અને લાભ મેળવે છે તેવા સંજોગોમાં મોરારજીભાઈની આત્મકથા કોઈ પણ વાચકને તેના સાચા સ્વમાનની સભાનતા કેળવવામાં ઉપયોગી થાય તેવી છે. ડંકેશ ઓઝા

તો તે એકલા પડીને પણ સમૂહમાં સામેલ થતા નથી. શ્રમ અને પ્રાર્થનામાં એમનો ઊંડો વિશ્વાસ છે. જ ેલના અનુભવો પણ બહુ વિગતે વર્ણવાયા છે. બીજા સત્યાગ્રહીઓ કેવી બાંધછોડ કરતા તેનો પણ તેમાંથી અંદાજ મળે છે. ભાગ–૧ અને ૨માં લેખકની સમાન પ્રસ્તાવના છે જ્યારે નાનકડા ત્રીજા ભાગમાં તેમણે જુ દી પ્રસ્તાવના લખી છે. ત્રીજો ભાગ જ ેલમાં લખાયો છે અને તેનું છેલ્લું પ્રકરણ ‘મારો જ ેલવાસ’ અટકાયતમાંથી છૂટ્યા પછી લખાયો છે. ૧૯૬૬થી મિત્રોના આગ્રહને કારણે તેમણે લખવાનો સંકલ્પ કર્યો, પરં તુ તેમના મનમાં લખવા વિશે અવઢવ હતી. પોતે કોઈ ડાયરી નથી લખી કે નોંધ રાખી નથી એમ જણાવ્યા છતાં આત્મકથા તારીખ, સ્થળ, સમય અને પ્રસંગક્રમથી ભરપૂર છે તે એક સુખદ આશ્ચર્ય છે! બીજાઓના કહે વાથી આ બધું લખ્યું અને તેની ઉપયોગિતા તેમને સૈદ્ધાંતિક ન લાગી છતાં લખ્યું એ વિશે તેમનું નિવેદન

dankesh.oza20@gmail.com 

ગાંધીજીૹ આત્મકથા વિશે ‘…પણ મારે આત્મકથા ક્યાં લખવી છે? મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જ ે અનેક પ્રયોગો કરે લા છે તેની કથા લખવી છે. તેમાં મારું જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવનવૃત્તાંત જ ેવી થઈ જશે એ ખરું છે. પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગો જ નીતરી આવે તો એ કથાને હં ુ પોતે નિર્દોષ ગણું. મારા બધા પ્રયોગોનો સમુદાય પ્રજાની પાસે હોય તો તે લાભદાયી થઈ પડે એમ હં ુ માનું છુ ,ં —અથવા કહો કે એવો મને મોહ છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રમાંના મારા પ્રયોગો હવે તો હિં દુસ્તાન જાણે છે, એટલું જ નહીં પણ થોડેઘણે અંશે સુધરે લું કહે વાતું જગત પણ જાણે છે. એની કિંમત મારે મન ઓછામાં ઓછી છે. અને તેથી એ પ્રયોગોની મારફતે મને ‘મહાત્મા’નું પદ મળ્યું છે એની કિંમત પણ જૂ જ જ છે. કેટલીક વેળા તો એ વિશેષણે મને અતિશય દુ:ખ પણ દીધું છે. એ વિશેષણથી હં ુ ફુલાઈ ગયો હોઉં એવી એક પણ ક્ષણ મને યાદ નથી. પણ મારા આધ્યાત્મિક પ્રયોગો, જ ે હં ુ જ જાણી શકું અને જ ેમાંથી મારી રાજ્યપ્રકરણી ક્ષેત્ર ઉપરની શક્તિ પણ ઉદ્ભવી છે, તે પ્રયોગોનું વર્ણન કરી જવું મને ગમે ખરું. જો એ ખરે ખર આધ્યાત્મિક હોય તો એમાં તો ફૂલણશીને સ્થાન જ નથી. એમાંથી તો કેવળ નમ્રતાની જ વૃદ્ધિ થાય. જ ેમ જ ેમ હં ુ વિચાર કરતો જાઉં છુ ,ં મારા ભૂતકાળના જીવન ઉપર દૃષ્ટિ નાખતો જાઉં છુ ,ં તેમ તેમ મારું અલ્પપણું હં ુ શુદ્ધ રીતે જોઈ શકું છુ .ં મારે જ ે કરવું છે, જ ેની હં ુ ૩૦ વર્ષ થયાં ઝંખના કરી રહ્યો છુ ,ં તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે. મારું ચલનવલન બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારું લખાણ બધું એ જ દૃષ્ટિએ છે અને મારું રાજ્યપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે.’ [ સત્યના પ્રયોગોની પ્રસ્તાવનામાંથી]

226

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


પ્રજાસત્તાક ભારતવર્ષના નાગરિકમાત્ર માટે ની દસ્તાવેજી દાસ્તાન: આચાર્ય કૃ પાલાનીની આત્મકથા

ટૂંકું

નામ જ ે. બી. કૃ પાલાની ને આખું જીવતરામ ભગવાનદાસ કૃ પાલાની. પણ ગૂજરાત વિદ્યાપીઠના આચાર્યના નાતે દેશભરમાં આચાર્ય કૃ પાલાની તરીકે જ ચાહના પામનારા, પ્રખર બુદ્ધિમત્તા અને કવિહૃદયની સંવેદનશીલતા ધરાવતા, ગાંધીજી સાથે રહે લા અને ગાંધીજીના ભાષ્યકાર તરીકે ખ્યાતિ પામેલા, આઝાદી પૂર્વે અને પછીના ભારતમાં પોતાની સ્પષ્ટ અભિવ્યક્તિથી અમીટ છાપ છોડી જનારા કૃ પાલાની… ગાંધીજી વખતની અને એ પછીની પેઢીને જોડતી કડીરૂપ વ્યક્તિત્વ ધરાવતા હતા. બાળપણમાં પિતા પાસેથી સાંભળવા મળેલી વાર્તા—‘આકાશમાંના તારા અને ધરતી પરનાં ફૂલ મૂળે તો એક જ કુ ટુબ ં ના છે’—ને હૃદયમાં વસાવીને સિંધ પ્રાંતની ટેકરી પરના શહે ર સિંધ હૈ દરાબાદના ‘ખડતલ સૌંદર્ય’માં ઉછરે છે. શાળાકીય જીવન વતનમાં લઈને ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈની વિલ્સન કૉલેજમાં પ્રવેશ મેળવે છે. ભૂમિતિ, ત્રિકોણમિતિ ને ફારસી જ ેવા વિષયો માટે અણગમો ધરાવે છે પણ અંગ્રેજી સાહિત્યમાં રસ અને ૧૯મી સદીના એ પ્રારં ભિક દાયકાઓમાં ખાસ કરીને રોમેન્ટિક કવિઓ વાંચવાની ફે શન હોવાને કારણે બાઇરન, શેલી, કીટ્સ, વર્ડઝવર્થ વગેરેને કૉલેજ દરમિયાન જ વાંચી લે છે. મુંબઈનાં અનેક આકર્ષણો છતાં માતાની દેખરે ખ હે ઠળની રસોઈ જમવા ઇચ્છુ ક મન ઘર માટે ઝૂરતું

આચાર્ય કૃ પાલાનીની આત્મકથા અનુ. નગીનદાસ પારે ખ પ્રકાશકૹ ગૂરર્જ ગ્રંથરત્ન કાર્યાલય પહે લી આવૃત્તિ ૹ 1994 પાકું પૂંઠુૹં 5.5 "×8.5" પાનાંૹ 36+906 • ૱ 350

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

રહે છે…, એવામાં છાપાં જોવાની પણ દરકાર ન રાખતા જીવતરામના હાથમાં એક અઠવાડિક આવે છે—એ બિપિનચંદ્ર પાલ(૧૮૫૮•૧૯૩૨) સંપાદિત ‘ન્યૂ ઇન્ડિયા’. તેના વિશે કૃ પાલાની લખે છે, ‘એણે માત્ર મારી બુદ્ધિ ઉપર જ નહિ પણ ઠેઠ મારા આત્મા ઉપર પકડ જમાવી.’ અને પછી જ ે બન્યું, ‘એ દિવસોમાં બંગાળથી ધોધમાર આવતું બધું રાષ્ટ્રીય સાહિત્ય વાંચી ગયો.’ એમ કહે છે. આ રીતે મંજાયેલા કૃ પાલાની ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી હાલ જ ભારત પરત ફરે લા ગાંધીભાઈને બંગાળમાં જ ટાગોરના શાંતિનિકેતનમાં મળે છે. ત્યાં મોહનદાસનું પણ માપ કાઢનારા—‘ત્યારે મોહનદાસ હજી મહાત્મા નહોતા થયા, અને હં ુ આચાર્ય નહોતો થયો’—કૃ પાલાનીને તેમના ‘ચારિત્ર્યની ઉત્કટતા અને સચ્ચાઈ’ પ્રભાવિત કરી જાય છે. પછી તો ચંપારણના ખેડૂતોની લડત માટે બિહાર જનારા ગાંધીભાઈનો ઉતારો મુઝફ્ફરપુરમાં ઇતિહાસના અધ્યાપક બનેલા જ ે. બી. કૃ પાલાનીના ત્યાં જ થાય છે. ત્યારે પણ ગાંધીજીના રાજકીય વિચારોની તેમના પર ખાસ અસર ન થઈ હોવા છતાં ગાંધીભાઈને કેન્દ્રસ્થાને રાખીને તત્કાલીન શિક્ષિત વર્ગની સ્થિતિનું બયાન કરતા કહે છે, ‘એ જમાનામાં આપણું રાષ્ટ્રાભિમાન એવું હતું કે પાસેના ગામડામાં શું બની રહ્યું છે એની પણ આપણને ખબર નહોતી. આપણે શિક્ષિતો એક અલગ વર્ગ તરીકે રહે તા હતા. આપણી દુનિયા શહે રો અને કસબાઓ તથા આપણા શિક્ષિતો પૂરતી મર્યાદિત હતી. આમજનતા સાથે આપણો સંપર્ક જ નહોતો.’ એવામાં રાજદ્રોહના મુકદ્દમા હે ઠળ જ ેલવાસ ભોગવનાર, ‘આ એક એવો માણસ હતો જ ેણે બ્રિટિશ સામ્રાજ્યની શક્તિને પડકારી હતી અને જ ે ગરીબો અને દલિતોની સેવા ખાતર જ ેલમાં જવા તૈયાર હતો. હિં દુસ્તાનમાં આવું પહે લાં કદી બન્યું નહોતું.’ 227


છે. ન માત્ર ઇતિહાસ આપી જાય છે, બલકે એમાં ગાંધીજીના પંકાયેલા ભાષ્યકાર તરીકેનું મૌલિક અર્થઘટન પણ ભળે છે અને આ આત્મકથા તેના પ્રસ્તાવનાકાર પ્રકાશ ન. શાહ લખે છે તેમ, ‘એમાં અંતરં ગ છબી છે, નિકટ દર્શન છે. વ્યાપક પટ ઉપરનું રાષ્ટ્રચિંતન છે – પણ કોઈ સનસનીખેજ સિલસિલાબંધ કિતાબ આ નથી. આ તો છે પ્રજાસત્તાક ભારતવર્ષના નાગરિકમાત્ર માટેની એક એવી દસ્તાવેજી દાસ્તાં જ ેમાં કૃ પાલાનીએ અસ્તિત્વ રે ડ્યું છે.’ મૂળ અંગ્રેજીમાં લખાયેલી આ આત્મકથાનો નગીનદાસ પારે ખે—જ ે ખુદ પણ આચાર્ય કૃ પાલાનીના છાત્ર રહી ચૂક્યા હતા— કરે લો ગુજરાતી અનુવાદ વિરલ કહી શકાય એવા કિસ્સે મૂળ અંગ્રેજી કરતાં પહે લાં પ્રકાશિત થયો હતો. એ પણ જાણે કૃ પાલાનીના ગુજરાત સાથેના સંબંધનું કુ દરતી સંધાણ રચી જાય છે. કેતન રૂપેરા

ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજી સાથે રહ્યા પછી, થોડો સમય માલવીયજી સાથે કામ કર્યા પછી આખરે કૃ પાલાની બનારસમાં કેટલાક મિત્રો-વિદ્યાર્થીઓ સાથે મળી વિશેષ બંધન વગરના પણ રાષ્ટ્રસેવાના કાર્યમાં જોતરાવા 'શ્રી ગાંધી આશ્રમ'ની સ્થાપના કરે છે. થોડા અરસામાં જ ગૂજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં આચાર્યપદ સ્વીકારવા આમંત્રણ મોકલવામાં આવે છે, જ ેનો સ્વીકાર ગાંધીજીની વધુ નજીક લઈ આવે છે. આ આચાર્યની રૂએ જ એ ગુજરાતભરમાં લોકચાહના મેળવે છે ને ‘આચાર્ય કૃ પાલાની’ તરીકે પંકાય-પોંખાય છે. આત્મકથામાં બે ખંડોના મળીને કુ લ ૬૭ પ્રકરણો અને ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ પ્રસ્તાવનાઓમાં સ્થાન પામતી ૩૬ પાનાંની પ્રસ્તાવના સાથે ડેમી સાઇઝના કુ લ ૯૪૨ પાનાંની આ આત્મકથા કૃ પાલાનીના જીવન અને કવનની સમાંતરે સ્વરાજની પહે લી (અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ) અને બીજી (કટોકટીમાંથી મુક્તિ), એમ, બંને લડતનો સમાંતરે ઇતિહાસ આપી જાય

Email : ketanrupera@gmail.com

ગાંધીજી અને કૃ પાલાનીૹ પ્રથમ મુલાકાત “હં ુ મોડી સાંજ ે શાંતિનિકેતન પહોંચ્યો. ગાંધીજી છેલ્લું ભોજન સૂર્યાસ્ત પહે લાં પતાવતા હતા એટલે તેઓ તે વખતે જમતા હતા. તેઓ એક નાના ચોતરા ઉપર બેઠા હતા, તેમના પગ જમીન ઉપર લટકતા હતા. તેમણે એક જાડુ ં ગળા આગળ ખુલ્લું પહે રણ અને સાદું હાથવણાટનું ધોતિયું પહે ર્યું હતું. તેમણે ટોપી નહોતી પહે રી. મારો પરિચય કરાવવામાં આવ્યો. મેં પરં પરાગત હિં દી પદ્ધતિએ હાથ જોડી નમસ્કાર કર્યા. તેમણે ઉદાર આવકારભર્યા સ્મિતથી જવાબ આપ્યો. તેમણે મને પોતાની પાસે બેસવા બોલાવ્યો અને તરત જ વાતચીત શરૂ કરી. વાતચીત અંગત હતી. આ પહે લી મુલાકાત વખતે રાજકારણનો કોઈ ઉલ્લેખ થયો નહોતો. પણ તેઓ અવારનવાર મારા તરફ ટીકીને જોતા હતા. તે પરથી મેં ધાર્યું કે તેઓ મારું માપ કાઢે છે. હં ુ પોતે પણ, એ જ કરતો હતો. કોઈ જુ વાન માણસ ગાંધીજીની કિંમત આંકવા પ્રયત્ન કરે એ આજ ે બેઅદબીભર્યું લાગે, પણ એટલું યાદ રાખવું જોઈએ કે તે વખતે તેઓ પાછળના સમયમાં થયા હતા તેવા મહાત્મા નહોતા, તેમ તેઓ દેશના સૌથી આગળ પડતા નેતા પણ નહોતા. તેઓ ફક્ત મિ. ગાંધી હતા.” આચાર્ય કૃ પાલાની (આચાર્ય કૃ પાલાનીની આત્મકથા માંથી)

228

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


મીરાંબહે નની જીવનયાત્રા નિમિત્તે સ્વરાજની લડતનો આલેખ : એક સાધિકાની જીવનયાત્રા

ગાંધીજીના

ચુસ્ત અનુયાયી અને વિશ્વાસુ સાથી એવાં મૅડલ ે ીન સ્લૅડ (૧૮૯૨ • ૧૯૮૨) જ ેઓ મીરાંબહે નના નામથી ઓળખાતાં, તેમણે અંગ્રેજીમાં The Spirit's Pilgrimage નામે પોતાની જીવનકથા લખી છે જ ેનો અનુવાદ વનમાલા દેસાઈએ કર્યો હતો. ગાંધી જન્મશતાબ્દી વર્ષમાં તે ગુજરાતીમાં પ્રકાશિત થઈ અને વર્ષ ૨૦૧૪માં તેનું પુનર્મુદ્રણ થયું. જીવનનાં છેલ્લાં વર્ષો તેમણે ભારત છોડીને વિયેનાની નજીકમાં ઉપરવાસમાં આવેલા રળિયામણા જંગલમાં ગાળ્યાં હતાં. ત્યાં જ તેઓ ૨૦મી જુ લાઈ, ૧૯૮૨ના રોજ અવસાન પામ્યાં. ભારત સરકારે એજ વર્ષે તેમને પદ્મવિભૂષણનો ખિતાબ આપેલો. આ મીરાંબહે ને જીવનયાત્રાનાં પ્રથમ તેત્રીસ વર્ષ ઇંગ્લૅંડમાં, પછીનાં ચોત્રીસ વર્ષ ભારતમાં અને બાકીનાં, અવસાન સુધીનાં ત્રેવીસ વર્ષ એમણે વિયેનામાં ગાળ્યાં. તેમનાં જીવનમાં ત્રણ મહાપુરુષો મહત્ત્વ ધરાવે છે : બીથોવન, રોમાં રોલાં અને મહાત્મા ગાંધી. જીવનનાં ઉત્તમ વર્ષો તેમણે ગાંધીને ચરણે ધરી દીધાં. તેમની પંદર વર્ષની ઉંમરે તેમના પિતા નૌકાદળમાં એડમિરલ બન્યા અને હિન્દુસ્તાનમાં ઇસ્ટ ઇન્ડિઝ સ્ટેશનના સેનાપતિ નિમાયા ત્યારે બે વર્ષ તેઓ હિન્દુસ્તાનમાં આવીને રહે લાં. પૂર્વના દેશમાં આવવાનો આ તેમનો પહે લો અનુભવ હતો. લંડન પાછા ફરીને એક સાધિકાની જીવનયાત્રા લેૹ મીરાંબહે ન(મૅડલ ે ીન સ્લેડ) અનુ. વનમાલા દેસાઈ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર બીજી આવૃત્તિ ૹ 2016 પેપર બેક સાઇઝ 5.5" X 8.5" ISBNૹ 81-7229-651-3 પાનાંૹ 336 • ૱ 200

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

તેઓ સંગીતના જલસાઓમાં જતાં અને ક્યારે ક એવાં આયોજન પણ કરતાં. બીથોવનમાં એટલો રસ કે તે જ્યાં જન્મેલાં તે ઘર બોન પહોંચીને શોધી કાઢેલું અને આનંદવિભોર થયેલાં. રોમાં રોલાં પણ બીથોવનના પ્રશંસક. નાનકડી જીવનકથા તેમણે બીથોવન વિશે લખેલી. તેથી તેમનો પરિચય થયો. આગળ જતાં મેડલ ે ીને રોમાં રોલાંને કાગળ લખેલો અને તેમની સાથે વાત કરવા ફ્રેંચ શીખેલાં. આ રોમાં રોલાંએ હિન્દુસ્તાનનો ઉલ્લેખ કર્યો, મહાત્મા ગાંધીની વાત કરી અને ઉમેર્યું કે ‘એ તો બીજા ઈશુ ખ્રિસ્ત છે.’ બસ પછી તો, રોમાં રોલાંએ લખેલી ગાંધીજી વિશેની નાનકડી પુસ્તિકાએ તેમના પર કામણ કર્યું. ભારત આવી પહોંચવા વહાણમાં જગ્યા રિઝર્વ કરાવી દીધી. પછી વિચાર આવ્યો કે ગાંધી સ્વીકારે તે માટે સખત તાલીમ લેવી જોઈએ. એટલે ટિકિટ બદલાવીને બાર મહિના પછીની કરાવી. કાંતતાં શીખ્યાં, શાકાહારી બન્યાં, દારૂ છોડ્યો, જમીન પર પલાંઠી વાળી બેસતાં અને જમીન પર સૂતાં શીખ્યાં. હિન્દુસ્તાનની ભાષા તરીકે ઉર્દૂ શીખ્યાં. વાંચન માટે ગાંધીના સાપ્તાહિક ‘યંગ ઇન્ડિયા’નું લવાજમ ભરી દીધું. ભગવદ્ગીતા અને ઋગ્વેદનો થોડો ભાગ ફ્રેંચમાં વાંચ્યો. ગાંધીજી સાથે પત્રવ્યવહાર કરી ૧૯૨૫ના ઑક્ટોબરની પચીસમીએ સુશ્રી સ્લૅડ સ્ટીમરમાં ભારત આવવા નીકળ્યાં. છઠ્ઠી નવેમ્બરે મુંબઈ પહોંચ્યાં. આશ્રમમાં તદ્દન જુ દા જ વાતાવરણમાં તેઓ કેવી રીતે રહે વા લાગ્યાં, પાયખાના સાફ કરવાનું ફાળવાયેલું કામ કરવા લાગ્યાં અને કેવી રીતે અહીંની રોટલીઓ તેમના પેટમાં પચી નહીં, શરીર ભાંગી પડ્યું વગેરેની રસપ્રદ વાતો વાંચવા જ ેવી છે. બાપુની ભોજનની પદ્ધતિ, તેમનાં સતત ચાલતાં 229


તેઓ બાપુરાજ પત્રિકા નામનું માસિક કાઢતાં. વિકેન્દ્રિત આયોજનના પોતે હિમાયતી હતાં. પુસ્તકનો અનુવાદ સરસ થયો છે. ગાંધીજીના સાથી નરહરિ પરીખના પુત્રીએ કર્યો છે. એક અંગ્રેજ મહિલા અંગ્રેજો સામેની લડતમાં બાપુના પક્ષે અત્યંત ભક્તિભાવથી આવીને ઊભી રહે અને તેમ કરવામાં ગૌરવ અનુભવે એ વાત જ હૃદયસ્પર્શી અને તેથી આકર્ષક છે. સંપૂર્ણ અગવડતા ભોગવવાની તૈયારી અને બાપુનો આદેશ સદાય શિરોમાન્ય એવું તો કોઈ ભક્તજન જ કરી શકે! તેમની જીવનયાત્રા નિમિત્તે ગાંધીવિચારનો અને સ્વરાજની લડતનો એક આલેખ પણ પ્રાપ્ત થાય છે. જ ેમને આ બાબતોમાં રસ છે તેમણે આ કથા અચૂક વાંચવી રહી. ડંકેશ ઓઝા

પ્રવાસો, લોકોમાંથી ફાળો ભેગો કરવાની પદ્ધતિ, તેમની અત્યંત લોકપ્રિયતા વગેરે બાબતે પુસ્તકમાં ઘણી રસપ્રદ વિગતો છે. દાંડીકૂ ચ અને તે પછીની વારં વારની જ ેલ અને મીરાંબહે ન પણ ઘણી બધી વાર અહીંની જ ેલોમાં જઈ આવ્યાં તેની વાતો છે. નાના પુત્ર દેવદાસ અને રાજાજીની નાની દીકરી લક્ષ્મી વચ્ચેના પ્રેમપ્રકરણ અને આંતરજાતીય લગ્નની વાત છે, તો વળી ભગતસિંહને થયેલી ફાંસીની સજામાંથી મુક્ત કરાવવા બાપુએ કરે લા પ્રયાસોની વાતો પણ છે. આઝાદી મળ્યા પછી બાપુ ઘણા દુઃખી હતા. મીરાંબહે નને બાપુના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે દિલ્હી ન ગયાં. બાપુના કાયમના વિચારને યાદ કર્યો કે પ્રેમમાં આત્માનું મિલન મહત્ત્વનું છે શરીરનું નહીં. બાપુના ગયા પછી તેઓ હિમાલયમાં રહ્યાં. પશુલોક આશ્રમ સ્થાપ્યો. ત્યાં ગ્રામોદ્ધારનાં કામો કરતાં રહ્યાં.

E-mail : dankesh.oza20@gmail.com

‘હું જાણે દિશાશૂન્ય થઈ ગઈ હતી...’ “બાપુના ગયા પછીનાં આ દસ વર્ષ બહાર દેખાય તે રીતે તો હં ુ ખૂબ પ્રવૃત્તિમાં રહી હતી. પરં તુ ઊંડે ઊંડે તો એ સમય ઘણા ઊંચા જીવે એક પ્રકારની જીવતા મૃત્યુની અવસ્થામાં વીત્યો હતો. હવે અંતરાત્મા સળવળવા લાગ્યો હતો. મેં મનમાં કહ્યું : ‘ગમે તે હોય ઈશ્વરનું માર્ગદર્શન મળી રહે શે.’ મારી બેચેની વધતી જ ગઈ. પહાડોમાં દૂર જઈને રહે વાથી હં ુ આ નવી દુનિયાથી દૂર ભાગી છૂટવાનો પ્રયત્ન નહોતી કરતી ને? આ નવી દુનિયા અંદરથી સંપૂર્ણ રહે વાને બદલે કટકા થઈ ગયા હોય તેવી અને પોતે ઉપજાવેલી નવી શોધખોળોથી ડરતી અને ધ્રૂજતી હોય તેવી હતી. બહાર જવાનો વિચાર આવ્યો પણ માર્ગ સૂઝતો નહોતો. હં ુ જાણે દિશાશૂન્ય થઈ ગઈ હતી અથવા તો પોતાને ઓળખી શકતી નહોતી.” મીરાંબહે ન [ એક સાધિકાની જીવનયાત્રા માંથી]

230

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


હે લન કે લરના આત્મવિકાસની ગાથા : મઝધાર

જન્મે

તંદુરસ્ત પણ ૧૮ માસની ઉંમર પછી થયેલી સખત બીમારીના કારણે અંધ અને બધિર અને પરિણામે મૂક થઈ જનાર હે લન કેલરની ૨૧ વર્ષ સુધીની આત્મકથા Story of my life—અપંગની પ્રતિભા નામે પ્રકાશિત થઈ છે. તેનો બીજો ભાગ એટલે Midstream—My Letter life—મઝધાર નામે પુન:મુદ્રિત કરાઈ છે. આ આત્મકથામાં ઘટનાઓ તો છે જ, પરં તુ એ ઘટના ઘટી તે વખતે એમણે જ ે અનુભવ્યું તેને વ્યક્ત કરવાનું ટાળ્યું નથી, બલકે એના અનુષંગે ભીતરની ભાવના કે મથામણ નિ:સંકોચ છતી કરી છે. આ વાંચતા એમની લાગણીઓ અને ભાવનાઓનું વિશુદ્ધ આલેખન, આ આત્મકથાનું સત્ત્વ છે તેની પ્રતીતિ થાય છે. નિ:શંકપણે બ્રેઇલલિપિમાં લખાયેલી ને એકવીસ પ્રકરણોમાં વહેં ચાયેલી આ આત્મકથામાં હે લન કેલરે એમની એકવીસ વર્ષની વયથી પચાસ વર્ષની વય સુધીનું વૃત્તાંત આલેખ્યું છે. પહે લા પ્રકરણ ‘તાર મેળવણી’માં એમણે આ વૃત્તાંત લખવા નિમિત્તે સ્મૃતિ ઢંઢોળીને જ ે મનોવ્યાયામ કર્યો છે તેનું બયાન છે. એમણે અનુભવની ‘ચિબરકીઓ’ ગોઠવવામાં અનુભવેલી મૂંઝવણને નિખાલસતાથી વ્યક્ત કરી છે. આ જીવનકથાના લેખન માટે ‘લેડિઝ હોમ જર્નલ’ સાથે કરારનામું કર્યા પછી જ ે પ્રસંગો લખાયા તેનો પહે લા પ્રકરણમાં ઉપયોગ થઈ ગયો. હે લન કેલર લખે છે : ‘પણ હવે લેવા લાયક બધા પ્રસંગો ખલાસ મઝધાર લેૹ હે લન કેલર અનુ. વિઠ્ઠલદાસ મગનલાલ કોઠારી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1952માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું પુનર્મુદ્રણ વર્ષૹ 2013 પેપરબૅક સાઇઝૹ 4.75 "×7" ISBNૹ 978-81-7229-470-0 પાનાંૹ 12+300 • ૱ 150

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

થયા એ ભાન થવાને બહુ દહાડા ન લાગ્યા. હં ુ તો ઊંડા પાણીમાં ઊતરી છુ ં એમ લાગ્યું ને તેની સાથે મારી ભીતિનો પાર ન રહ્યો.’ સમયમર્યાદામાં ન લખાયું ને સામયિકની વારં વારની ઉઘરાણી થતી ગઈ ત્યારની એમની મનોદશા અને મનોવ્યથા પછી તેમનાં એક મિત્રસલાહકાર, લેખક મેસીની મદદ મળી. હે લન કેલર નોંધે છે : ‘મેં એકઠુ ં કરે લું બધું સાહિત્ય જોઈ ગયા. એમ જાણો કે, બ્રહ્માએ સૃષ્ટિ ઘડવા જ ેવું સાહિત્ય લીધું હશે તેવું જ એ હતું. કુ શળતાપૂર્વક અને ઝપાટાબંધ એમણે તો એ સાહિત્યના અડિયલ ભાગોને કાબૂમાં આણ્યા. અને થોડાક કલાકોમાં અમે સુસંબદ્ધ, સુવાચ્ય અને ચાલે એવું પ્રકરણ ઘડી કાઢ્યું’ પછી તારની મેળવણી થઈ ને જીવનકથા લખાતી રહી. હે લન કેલર જ ે વિવિધ મહાનુભાવોના સંપર્કમાં આવ્યાં અને એ સંપર્કથી એમને જ ે સ્થૂળ-સૂક્ષ્મ પ્રાપ્તિ થઈ તેમાં માર્ક ટ્વેનનું એમણે અહોભાવથી સ્મરણ કર્યું છે. હે લન કેલર લખે છે : ‘મારા અંધકારમય જીવનમાં તેઓ સાહસિક અને અદ્ભુત કિસ્સાઓ ગૂંથી બતાવતા.’ માર્ક ટ્વેન પ્રત્યેનો આદર અને અહોભાવ વાચકને હે લન કેલરના ભાવસભર વ્યક્તિત્વનો પણ પરિચય આપી રહે છે. કેલરે માત્ર પોતાનો વિકાસ થયાથી સંતોષ માન્યો નથી, પરં તુ તેમનાં જ ેવાં અનેકોને દોરવાનો પ્રયત્ન કરીને પણ પોતાનું જીવન ઉજાળ્યું છે. એ પ્રયત્નો દરમિયાન ક્યારે ક અપૂર્વ આનંદ મેળવ્યો છે તો સંસ્થાઓના-વ્યક્તિઓના વ્યવહારથી દુ:ખ પણ અનુભવ્યું છે. છતાંય તેઓ હાર્યાં કે થાક્યાં નથી. પોતાના કાર્યને વળગી રહ્યાં છે. વાંચવું હે લન કેલરને ગમતું હતું. વાંચવાથી જ્ઞાનબારી ખૂલે છે તેનું એમને જ્ઞાન છે. ‘ચમત્કારિક જ્ઞાનબારી’ પ્રકરણમાં એમણે કેટલાક લેખકો-કવિઓનાં પુસ્તકોની જિકર કરી છે. ‘હં ુ દુનિયા પર નજર કરું 231


તેની સર્જકતાનો રસમય અહે સાસ કરાવે છે. અનુવાદક વિઠ્ઠલદાસ મગનલાલ કોઠારીએ તેને એટલી જ સહજતાથી ગુજરાતી ભાષામાં મૂકી આપ્યો છે. કાકાસાહે બ કાલેલકરે પુસ્તકની પ્રસ્તાવના લખી છે. હે લન કેલરના આત્મવિકાસની આ ગાથા પ્રેરક છે ને તેમાં તેમની સચ્ચાઈનું આત્મગાન છે.

છુ ં ત્યારે મને બે વસ્તુ દેખાય છે. સમાજ ઔદ્યોગિક જીવન પર ગોઠવાયો છે અને જીવન સ્વાર્થી, લડકણું અને ખાઉધરું છે.’ એનાથી ઊભા થયેલા પ્રશ્નો હે લનને ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે. આ વિષમ પરિસ્થિતિનું બયાન એમણે કર્યું જ ે એમનાં દયાળુ માનસને છતું કરે છે તો સમાજ પ્રત્યેના દાયિત્વ પણ નિર્દેશે છે. આ આત્મકથાનું ગદ્ય, ગદ્યની વિવિધ તરે હ સાથે

પ્રફુલ્લ રાવલ વાસણા, અમદાવાદ-૩૮૦ ૦૦૭ 

ગાંધીયુગીન અંત્યજ પ્રવૃત્તિઓનું દર્પણ : મારી જીવનકથા

ગાંધીયુગ

અનેક વિશેષતાઓથી ભરે લો છે. આ યુગની એક વિશેષતા તે આ સમયમાં અને સમય વિશે સર્જાયેલું સાહિત્ય. ગાધીયુગ દરમિયાન જ ેટલી આત્મકથાઓ, જીવનકથાઓ, ડાયરીઓ, રોજનીશી લખાઈ છે તેટલી ગુજરાતના ઇતિહાસનાં કોઈ કાળે લખાઈ નથી. દૂરસુદૂર, ગામડાંઓમાં કાર્યરત નેતાઓ અને નાના કાર્યકર સુધ્ધાંએ પણ સ્વ, સમાજ અને ગાંધીને ઉજાગર કર્યા છે. ગોધરા જ ેવા નાના નગરમાં જિંદગીનાં ૫૨ વર્ષ વિતાવનાર મામાસાહે બ ફડકે તેમાંના એક છે. મામાસાહે બ ફડકે (૧૮૮૭ • ૧૯૭૪)નું મૂળ નામ વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે. જન્મસ્થળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાનું પુરણગઢ ગામ. ૨૦-૨૫ ગામના આ ઘરમાં તેમનું એકલાનું ઘર જ બ્રાહ્મણનું હતું. ગામઠી શાળામાં આછુ પં ાતળું શિક્ષણ લીધું. ૧૯૦૫માં ટિળક મારી જીવનકથા લેૹ મામાસાહે બ ફડકે પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1974માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું પુનર્મુદ્રણ ૹ 2009 પેપર બેક સાઇઝ 4.75"x7" ISBNૹ 81-7229-396-8 પાનાંૹ 16+214 • ૱ 60

232

(૧૮૫૬ • ૧૯૨૦)ના સંપર્કમાં આવ્યા, રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈ ૧૯૦૭માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં જોડાયા. ૧૯૧૫માં નવાસવા ભારત આવેલા ગાંધીજી સાથે જોડાઈ અમદાવાદમાં વસ્યા. આ વર્ષે જ ેની શતાબ્દી છે એ પહે લી ગુજરાત રાજકીય પરિષદ અને અંત્યજ પરિષદ (૧૯૧૭)માં ભાગ લઈ રાજકીય અને દલિત પ્રવૃત્તિઓની શરૂઆત કરી. ગોધરામાં અંત્યજ શાળા શરૂ કરી અને સમગ્ર ગુજરાતની અંત્યજ પ્રવૃત્તિઓનો પણ પાયો નાંખ્યો. ૧૯૨૨માં અમદાવાદ કાૅંગ્રેસમાં તેમણે સ્વચ્છતા શિબિરનું સંચાલન કરી જાહે ર સ્વચ્છતાનો સુંદર આદર્શ રજૂ કર્યો હતો. ફૈ જપુર અને હરિપુરા કાૅંગ્રેસમાં પણ મામાએ સ્વચ્છતાનું કામ સંભાળ્યું હતું. ૧૯૩૦ના સવિનયભંગ અને ’૪૨ના ‘હિન્દ છોડો આંદોલન’માં તેમણે જ ેલવાસ પણ વેઠ્યો હતો. સંઘર્ષ અને લડતનાં આ કાર્યો છતાં મામાની છાપ એકંદરે રચનાત્મક કાર્યકર તરીકેની રહી છે. ‘આત્મકથા લખવામાં આત્મશ્લાઘા રહે લી છે’ (પુરોવચનમાંથી) એમ માનનાર મામા, કાકાસાહે બના આગ્રહથી આત્મકથા લખવા પ્રેરાયા હતા. કાકાસાહે બે ‘અવધૂત મામાસાહે બ’ શીર્ષકથી નવ પાનાંમાં તેની પ્રસ્તાવના પણ લખી છે. ૨૨ પ્રકરણો, પાંચ પરિશિષ્ટો અને ૨૧૩ પાનાંઓમાં વહેં ચાયેલી પ્રસ્તુત આત્મકથાનું [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


વ્યક્તિગત આરોગ્ય, સંસ્મરણો અને મામાના સંપર્કમાં આવેલી ૧૦ વ્યક્તિઓનો પરિચય જો હં ુ તેમનો ઉલ્લેખ ન કરું તો ‘તેમના તરફ અન્યાય કરું છુ ’ં એમ કહીને આપ્યો છે. સ્વરાજયુગીન ગુજરાતમાં દલિત અને આદિવાસીઓની પ્રવૃત્તિઓ કરતાં કર્મશીલોએ રચનાત્મક પ્રવૃત્તિઓને આઝાદી માટે લડાતી વિવિધ લડતો કરતાં પ્રમુખ ગણી હતી. પરિણામે સ્વરાજ્યની લડતો વખતે આવી પ્રવૃત્તિઓને ભયંકર નુકસાન વેઠવું પડતું. જ ેનો ખુલ્લેઆમ સ્વીકાર મામાએ કર્યો છે. મામા જ ેવી જ વેદના ઠક્કરબાપા અને જુ ગતરામ દવેએ પણ વ્યક્ત કરી હતી. મામાસાહે બની આત્મકથાનાં પરિશિષ્ટો ગોધરાના અંત્યજોની કમનસીબ સ્થિતિ, અંત્યજ સેવા મંડળ તેમનો મોટા નેતાઓ, કાર્યકરો સાથે થયેલો પત્રવ્યવહાર વગેરે વિગતો આપે છે. છેલ્લે ગાંધીવાદી લેખકોની સુટવે પ્રમાણે નવ પાનાંઓમાં નામ અને સ્થળ સૂચિ આપી છે. આમ આત્મકથાનાં ૨૧૩ પાનાં પૂરાં થાય છે. આત્મકથામાં તેમના સમકાલીનો વિશે પ્રચુર વિગતો સાંપડે છે. મામાસાહે બ ભલે સાહિત્યકાર ન હતા પણ તેમની આત્મકથાની વાત કરીએ ત્યારે તેમણે પ્રયોજ ેલી ભાષાની પણ વાત થવી જોઈએ. પૂરોવચનમાં કાકાસાહે બે કહ્યું છે કે ‘અત્યંત સરળભાવે કશા અલંકાર વિનાની સાદી ગુજરાતીમાં લખેલી એમની આ આત્મકથા સાત્ત્વિક શૈલીની પરાકાષ્ટા તરીકે ગુજરાતી સમાજમાં વંચાશે.’ સમગ્રતયા મામાસાહે બ ફડકેએ ભલે બીજાના કહે વાથી આત્મકથા લખી હોય પણ તેમની આત્મકથા ૨૦માં સૈકાના ગુજરાતનું અને ખાસ તો બહુમતી આત્મકથાઓમાં અવગણાયેલું દલિત જગત અને ગાંધીપ્રેરિત અંત્યજ પ્રવૃત્તિઓનું દર્પણ આપણી સામે ધરે છે. અરુણ વાઘેલા Email : arun.tribalhistory@gmail.com

પહે લું પ્રકરણ ‘જન્મભૂમિ, પૂર્વજો અને પ્રાથમિક શિક્ષણ’ નામે છે, જ ેમાં મહારાષ્ટ્રમાં ચિત્પાવન બ્રાહ્મણોના યોગદાન અને પોતાનાં શહે રો પ્રત્યેના અણગમાની વાત કરી છે. બીજા પ્રકરણમાં મામાએ સાવરકરના પોતાના પરના પ્રભાવની વાત કરે છે. ‘ગંગનાથ વિદ્યાલય’ શીર્ષકવાળા ત્રીજા પ્રકરણમાં આ વિદ્યાલયનો ઇતિહાસ અને વડોદરાની અંત્યજશાળામાં તેઓ જોડાયા તેની વિગતો નોંધાઈ છે. ચોથા પ્રકરણમાં ગિરનારમાં ત્રણ વર્ષના અજ્ઞાતવાસની વાત છે. તારીખ ૨૬ ફે બ્રુઆરી, ૧૯૧૫ના રોજ તેમણે કરે લાં ગાંધીજીનાં દર્શનનો સાક્ષાત્કાર મામાએ પાંચમાં પ્રકરણમાં કરાવ્યો છે. ‘ગાંધીજીના સમાગમમાં’ આ આત્મકથાનું છઠ્ઠું પ્રકરણ છે. તેમાં વેગથી ઘંટી ફે રવવાની ગાંધીજીની ટેવ વિશે લખ્યું છે સાથે આશ્રમજીવનની સાદાઈ વગેરે વિગતો આપી છે. સાતમું પ્રકરણ ‘એ ગાંધીજીનો પ્રભાવ ન હતો’ નામથી છે. ‘સૈન્યભરતી’ નામના આઠમાં પ્રકરણમાં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ગાંધીજીની બ્રિટિશરો પ્રત્યેની વફાદારી અને ગાંધીજી બકરીનું દૂધ પીતા કેમ થયા, તેની ચર્ચા કરી છે. જ ે નગરમાં મામાએ જિંદગીનાં ૫૨ વર્ષ ખર્ચી નાખ્યાં અને ગુજરાતની અંત્યજ પ્રવૃત્તિઓનો પાયો નાંખ્યો ત્યાં (ગોધરા) ૧૯૧૭માં પહે લી રાજકીય પરિષદ ભરાઈ હતી, ગાંધીજીના કહે વા છતાં મામા પરિષદમાં જવા તૈયાર ન હતા પણ ગાંધીજીના પ્રેમાગ્રહથી જવું પડ્યું અને મામા અને ગોધરા પરસ્પર પૂરક બન્યા. આ બધી વિગતો તેમણે ‘ગોધરા પરિષદનો પ્રભાવ’ શીર્ષકથી નોંધી છે. બારમાં પ્રકરણમાં મામાની નિશ્રામાં નીવડેલા વિદ્યાથીઓની વાત છે. લાઠીથી ગોધરા આશ્રમમાં લાવવામાં આવેલાં બે અનાથ બાળકોની આ શતપ્રતિશત ગાંધીવાદીએ કરે લી માવજતના વાંચન પછી મામાને દંડવત્ પ્રણામ કરવાની ઇચ્છા થાય. પછીનાં પ્રકરણોમાં મામાના આશ્રમના અન્ય અનુભવો, મામાના ઘડવૈયાઓ, જ ેલજીવનના અનુભવો, 

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

233


સતજુ ગી માણસની કથા : પુરુષાર્થ પોતાનો : પ્રસાદ પ્રભુનો

ગુજરાતમાં

આત્મકથાઓનો સારો ફાલ છે. ગાંધીજીની આત્મકથા તો શીશટોચ છે, કારણ કે કોઈએ ન આપ્યું હોય તેવું એમણે સત્યના પ્રયોગો માં આપ્યું. ડૉ. [એચ.એલ.] ત્રિવેદીની આત્મકથા આ હારમાળામાં અગ્રહરોળમાં સ્થાન લેશે, કારણ કે એ પણ ભગવાન ભરોસે કરે લ સાહસભર્યા પ્રયોગોની કથા છે. સૌરાષ્ટ્રના એક ધૂળિયા ગામડામાં જન્મેલ બ્રાહ્મણનો છોકરો, ઊંચે માથે અમેરિકા જાય અને ત્યાં આપઅભ્યાસના બળે માર્ગ જ ન કાઢે પણ યુ.એસ.એ.માં ને કૅ નેડા જ ેવા દેશનાં વિદ્યાધામોમાં માનપાન મેળવે, કોઈ ધનપતિ કે રાજકીય આગેવાનોની ભલામણ નહીં, પણ પોતાના કામથી જ પોતે જમાવેલી ભલામણ. ઊંડો—કદી ન થાક જાણનાર અભ્યાસ, ને સૌને ઉપયોગી થવાની ઇચ્છા. આ બે બળે તે દાક્તરવિદ્યાના નવા અને અજાણ્યા ક્ષેત્ર કિડની બેસાડવાની વિદ્યામાં પંકાયા, ઍવૉર્ડ, માન, સદ્ભાવ પામ્યા. સુખસગવડો પણ મળ્યાં, પણ તે ભોગવવાનો વખત ક્યાં હતો? ‘મારા દરદીઓ’નું પ્રકરણ વાંચો, કોઈ મૃત્યુ સામે ઝૂઝતો યુવાન, કોઈ દુખાતી સગર્ભા યુવતી—પોતાની બંધ પડેલી કિડની મળી જાય તો બચી જાય. કિડની ક્યાંક હં ગેરી કે જર્મનીમાં છે, યુ.એસ.એ.માં છે. દાક્તર ને હૉસ્પિટલ છે કૅ નેડામાં, પણ તારનાં દોરડાં ને ફૅ ક્સના સંદેશા પુરુષાર્થ પોતાનો  ઃ પ્રસાદ પ્રભુનો લેૹ એચ. એલ. ત્રિવેદી ભાવાનુવાદ ઃ ડૉ. અરુણા વિશ્વનાથ વણીકર પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર બીજી આવૃત્તિ ૹ 2016 ISBNૹ 978-81-7229-703-9 પેપર બેક સાઇઝ ૹ 5.5 "×8.5" પાનાંૹ 336 • ૱ 300

234

છે, ઉજાગરો કરી રાતને દિવસ કરનારો માયાળુ—હાર ન સ્વીકારનારો દાક્તર છે. ને તે યુવાન બચી જાય છે, સગર્ભા યુવતી પ્રસન્ન બને છે, ને એથીયે પ્રસન્ન બને છે દાક્તર પોતે, કારણ કે તેને અનુભવ થાય છે કે શ્રીકૃ ષ્ણે કહ્યું છે તે અફર સત્ય છે. “तेषां नित्या भियुक्तानां योगक्षेम् वहाम्यहम्”—તેઓ જ ે મારી સાથે નિત્ય જોડાયેલા છે તેની સારસંભાળ હં ુ લઉં છુ .ં આ કીર્તિ ને માનપાનની ટોચે પહોંચેલ દાક્તરને એક દિવસે સાદ થાય છે મા ભૂમિનો. જ્યાં આ વિદ્યાના જાણનારા જૂ જ છે, ને તેનો લાભ તો અતિજૂ જ ગરીબોને મળે છે. આ ગરીબોની આંતરડીનો કકળાટ તેને સંભળાય છે, ને બધી માયા સંકેલી પ્રભુને નામે— ગરીબીએ, અજ્ઞાને, કુ સંપે ગૂંગળાતા દેશમાં આવે છે. સાથીદારો તેને કહે છે કે—‘તારે જ્યારે પાછા આવવું હોય ત્યારે અહીંનાં બારણાં ખુલ્લાં છે.’ પણ ડૉ. ત્રિવેદીએ કદી પાછા વળીને જોયું નથી. તેનું સ્વપ્નું ગુજરાતમાં એક એવું કિડની સંસ્થાન ઊભું કરવાનું છે, જ ેની જોડ દેશમાં ક્યાંય ન હોય—કાંઈ ઓળખાણ નથી—ભલામણ નથી—એક વાર જમીન નથી—બૅંક બૅલેન્સ નથી, અને દસ કરોડનું મકાન ને વર્ષે અરધો કરોડ માગે તેવું સંસ્થાન ઊભું કરવાનું સ્વપ્ન છે. આ ઘેલા સ્વપ્નને સિદ્ધ કેમ કર્યું તેની આ કથા છે. એ પછીયે અડચણો નથી તેવું નથી; ખટપટો નથી તેમ નથી. ધાકધમકીઓ, જાસા નથી મળતાં તેમ નથી, આડા પાણા નથી નખાતા તેવું નથી, પણ દાક્તર તેને પોતાના કામનો જ જાણે ભાગ ગણે છે. પરદેશી મિત્રો કહે વરાવે છે “તારા દેશમાં તારી કદર નથી થતી—અહીં આવતો રહે .” પણ પાછુ ં વાળીને જુ એ તે દાક્તર ત્રિવેદી નહીં..... ભારતમાં દાક્તરનું સન્માન થાય છે. નેફ્રોલૉજી, કિડની પ્રત્યારોપણની દેશવ્યાપી સંસ્થાના પ્રમુખ નિમાય છે અને પરદેશના નામાંકિતો તેમાં સાથ આપે છે. પણ આ બધા પછી પણ તેમનો આરાધ્ય તો [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


રહ્યો છુ ં જ્યાં સુધી કમભાગી લોકોની સેવા કરવાનું આ કાર્ય મને તેમ જ મારા કુ ટુબ ં ને સહનશક્તિની હદ સુધી પહોંચી ગયું હોય. માણસ આથી વધારે શું કરી શકે? શું કહી શકે? દાક્તર ત્રિવેદી એ સતજુ ગિયા માણસ છે. જ ે સતજુ ગની વાતો કરવામાં નહીં પણ અહીં સતજુ ગ ઉતારવામાં માને છે. સતજુ ગ આવતો નથી, પણ સતિયા લોકોએ લાવવાનો છે. ગાંધીની આત્મકથાનો આ જ સારાંશ છે. દાક્તરે જાણ્યેઅજાણ્યે તેને પચાવ્યો છે. તેમનું યોગક્ષેમ ભગવાને સંભાળ્યું છે ને સંભાળશે. તેના ટેકા વિના કામ કરવું શક્ય જ નથી. તે ટેકો તેમને મળતો રહે તેવી શુભેચ્છા.

દરદી જ છે. એમણે જ પોતાના જીવનસારરૂપે આ વાત લખી છે. એમના જ શબ્દોમાં, કારણ કે તેમાં અનુભવની સચ્ચાઈનો રણકો છેૹ મારી ધર્મની માન્યતાઓમાંની એક માન્યતા એવી છે કે જો તમે જરૂરતમંદ, ગરીબ અને પીડિત લોકોની સેવા કરશો, અને સેવા ખરા દિલથી કરશો તો તમે સર્વોચ્ચ શક્તિ (ઈશ્વર)ની વધુ નજીક પહોંચી શકશો. આ ખ્યાલ મારા બૌદ્ધિક માનસને વાજબી લાગે છે. મારે કહે વું જોઈએ કે કટોકટીના સમયમાં જિંદગીમાં તદ્દન અણધાર્યા ક્ષેત્રમાંથી મને મદદ મળતી રહી છે. આને આપણે શું કહીશું? ચમત્કાર અથવા/અને નસીબ. આ બધા બનાવોનો વધારે અર્થ તારવવો એ મારી બુદ્ધિમત્તાની હદબહારની વાત છે તેમ છતાં મારે કહે વું જોઈએ કે હં ુ જ ેટલું આપી શકું એ કામ મેં પૂર્ણપણે આપ્યું છે. અને હં ુ ત્યાં સુધી આપતો

મનુભાઈ પંચોળી ‘દર્શક’ [પ્રસ્તાવનામાંથી સંપાદિત] 

‘નથી ગાંધીજીની વિરુદ્ધ પ્રચાર, કે નથી ‘ગાંધીવાદ’ની સામે પડકાર’ “પંડિત જવાહરલાલનું પુસ્તક નથી ગાંધીજીની વિરુદ્ધ પ્રચાર, કે નથી ‘ગાંધીવાદ’ની સામે પડકાર. પ્રસંગે પ્રસંગે ગાંધીજીના જીવન અને વિચારનું પૃથક્કરણ કરતાં જવાહરલાલે ગાંધીજીને ઊભરાતા પ્રેમથી ભરે લી અને શુદ્ધ ભક્તિથી ભરે લી જ ે અંજલિ આપી છે, તેની બરોબરી પણ કરવાની કોઈ ગાંધીજીના અનુયાયી કે ભક્તની મગદૂર નથી, એમ મારું હૃદય સાક્ષી પૂરે છે. એ અંજલિઓથી આ દેશની તેમ જ દેશ બહારની આલમને ગાંધીજીને જાણવામાં અતિશય સહાય થશે. પણ સહાય તો એટલી જ ગાંધીજીનાં વિચાર, કૃ ત્યો અને કાર્યપ્રણાલીની ટીકાથી પણ થવાની છે એ વિશે મને શંકા નથી.” મહાદેવ દેસાઈ [ઉપોદ્ઘાતમાંથી]

વેડછી આશ્રમની અથવા વેડછીના વટવૃક્ષની કથા “મારે હાથે મારી જીવનકથા લખવી એ મારી પ્રકૃ તિની વિરુદ્ધ છે. છતાં પૂજ્ય જનોના અને મિત્રોના પ્રેમને વશ થઈને મેં લખી છે. પણ વાંચનાર જોશે કે મેં જ ે કંઈ લખ્યું છે તે મારી પોતાની જીવનકથા નથી, પણ વેડછી આશ્રમની અથવા વેડછીના વટવૃક્ષની કથા છે. અર્થાત્ વેડછી આશ્રમ એ કંઈ કોઈ એક માણસની સૃષ્ટિ હોઈ શકે નહીં, અને વેડછીનું વટવૃક્ષ એ પણ માત્ર એકાદ ડાળખીનું બની શકે નહીં. અનેક નાનામોટા સાથીઓએ પોતાના પ્રાણ રે ડીને અને પોતાનો જીવનરસ પાઈ પાઈને આ આશ્રમને આશ્રમનું રૂપ આપ્યું છે, અને અનેક ડાળીઓ અને ડાળાંઓ ભેગાં થયાં છે ત્યારે વટવૃક્ષનો વિસ્તાર થવા પામ્યો છે.” જુ ગતરામ દવે [લેખકના બે બોલમાંથી]

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

235


ગાંધીજીના સત્યાગ્રહ અને સાહિત્ય, બંનેની ઊંચાઈનો અનુભવ: દ‌િ�ણ આિ�કાના સત્યાગ્રહનો ઇતિહાસ

યુવાન

વયે કારકિર્દી ઘડવા નવાસવા મુલકમાં જવું, તે મુલકને જાણવો-પિછાણવો, ત્યાં થતાં રં ગદ્વેષના સાક્ષી બનવું, આ અન્યાયનાં હડસેલાં પોતે પણ ખાવા, પણ નિશ્ચય કરીને આ અન્યાય સામે લડવા પોતાની જાતને તૈયાર કરવી, અને તે લડતમાં નાયક બનીને ઊભરવું. … બારિસ્ટરી કરવા ગયેલા મોહનદાસ કરમચંદ ગાંધીની આ અઢી દાયકાની સફર હતી. તેનું તેમણે જાતે કરે લું આલેખન એટલે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ. ગાંધીજીએ જ ે થોડાં પુસ્તકો લખ્યાં છે, તેમાંનું આ એક. ગાંધીજીના જાહે રજીવનની શરૂઆત દક્ષિણ આફ્રિકામાં થઈ હતી અને અહીંયાં જ તેમણે હિં દી કોમના હક સારુ ગોરા શાસકો સામે લડત ઉપાડી. આ લડત દરમિયાન જ ગાંધીજીએ આશ્રમી જીવનની પણ શરૂઆત કરી હતી. આહાર, બ્રહ્મચર્ય અને કેળવણી અંગેના પહે લાંવહે લાં પ્રયોગો પણ થઈ રહ્યા હતા. બારિસ્ટર એમ. કે. ગાંધીને ગાંધીભાઈ સુધી લઈ ગયેલી આ સફર આટલેથી જ ન અટકતા ભવિષ્યના મહાત્માની પૃષ્ઠભૂમિ પણ ઘડી રહી હતી. આ સફરમાં ગાંધીજીના જીવનમાં અનેક વળાંકો આવ્યા, જ ેના થકી એવા અનુભવસિદ્ધ થયા કે ભારત દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ લેૹ મો. ક. ગાંધી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1924માં પ્રકાશિત પહે લી  આવૃત્તિનું પુનર્મુદ્રણ ઃ 2015 પેપરબેક સાઇઝૹ 4.75 "×7" ISBNૹ 978-81-7229-100-6 પાનાંૹ 16+352 • ૱ 90

આવ્યા પછી આ પુસ્તકના પ્રકાશિત થવા ટાણે તેના પ્રાસ્તાવિકમાં લખે છે, ‘આજની સ્થિતિમાં એક પણ વસ્તુ એવી નથી કે જ ેનો અનુભવ નાના પાયા ઉપર દક્ષિણ આફ્રિકામાં મને ન થયો હોય.’ ગાંધીજીએ આ પુસ્તકમાં માત્ર દક્ષિણ આફ્રિકાની લડતનો જ ઇતિહાસ નથી આપ્યો, પણ એ વખતના દક્ષિણ આફ્રિકાનું ચિત્ર પણ ખડુ ં કર્યું છે. ૧૯૨૫માં જ ેલમાં ગાંધીજી બોલતા ગયા અને ઇન્દુલાલ લખતા ગયા તે રીતે તૈયાર થયેલા આ પુસ્તકમાં ગાંધીજીની સાહિત્યિક કલ્પનાદૃષ્ટિનો ખ્યાલ આવે છે. આફ્રિકન લોકોના દેખાવની આપણી સામાન્ય ધારણાને તોડી પાડીને સરસ રીતે પોતાની વાત મૂકે છે, ‘હબસીઓમાં ઝૂલુ વધારે માં વધારે કદાવર અને રૂપાળા ગણી શકાય. રૂપાળા વિશેષણ હબસીઓને વિશે મેં ઇરાદાપૂર્વક વાપરે લું છે. સફે દ ચામડી અને અણિયાળા નાકમાં આપણે રૂપનું આરોપણ કરીએ છીએ. આ વહે મ જો ઘડીભર બાજુ એ મૂકીએ તો ઝૂલુને ઘડીને બ્રહ્માએ કંઈ કચાશ રાખી હોય એમ આપણને નહીં લાગે.’ ગાંધીજીની કલમનો આ સ્પર્શ પુસ્તકના શરૂઆતના ભાગમાં ઘણે ઠેકાણે અનુભવાય છે. ધીરે ધીરે પુસ્તક હિં દીઓની મુસીબત, તેમની લડત, બોઅર લડાઈ, ફિનિક્સ આશ્રમ, સત્યાગ્રહ, ઇન્ડિયન ઓપીનિયન, ટૉલ્સ્ટૉય ફાર્મ, તેમના ગોરા અને હિં દી સહાયકો અને ટ્રાન્સવાલ કૂ ચનો વિસ્તૃત ખ્યાલ આપે છે. સત્યાગ્રહના શસ્ત્રને ખીલવતી ગાંધીજીની સાધના આ પુસ્તકમાં પૂર્ણપણે ઝીલાઈ છે અને તે રીતે આ પુસ્તક અનન્ય બની રહે છે. કિરણ કાપુરે

Email : kirankapure@gmail.com

‘સત્યાગ્રહની એ ખૂબી છે. તે આપણી પાસે આવી પડે છે, તેને શોધવા જવું પડતું નથી.’

236

મો. ક. ગાંધી [પુસ્તકમાંથી]

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


કૅ ન્સર સામે જીત મેળવીને જીવનારની વાત : જીવનનો ઉત્સવ

કૅ ન્સર

દરમિયાન અને તેની સારવાર પછી લોકોને આરોગ્ય અને જીવનશક્તિ પુનઃપ્રાપ્ત કરવા અને જાળવી રાખવા માટે વિજ્ઞાનયુક્ત ભલામણો અને કુ ટુબ ં ીજનો તથા મિત્રોનો સ્નેહ અનિવાર્ય હોય છે. આ માટે માનવ સહજ મૂંઝવણમાંથી બહાર નીકળવાના રસ્તા, યોગ્ય આહાર અને વ્યાયામ દ્વારા સારવારની સાચી સમજણ પણ જરૂરી છે. આર. એમ. લાલા, જ ે પોતે નોન-હોજકિન્સ લિમ્ફોમા (NHL) નામના વિશિષ્ટ પ્રકારના કૅ ન્સરનો ભોગ બન્યા હતા. તેમણે આ બધામાંથી પસાર થઈને શાંતિમય જીવનનો સ્વાનુભવ કૅ ન્સરની સારવાર દરમિયાન જ લખ્યો. તેમના એક મિત્ર કે જ ેને કૅ ન્સર હોવાનું નિદાન થયું છે તેને ઉદ્દેશીને પત્રોના સ્વરૂપમાં લખાયું તે આ પુસ્તક—Celebration of cells— ૧૯૯૯માં પ્રકાશિત થયું. ગુજરાતીમાં જીવનનો ઉત્સવ શીર્ષક હે ઠળ તેનો અનુવાદ ડૉ. દર્શના વાણીએ કર્યો છે. તેઓ પણ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બન્યા હતા અને તેની સામે સફળતાપૂર્વક લડત આપીને બહાર આવ્યાં. આ રીતે ગુજરાતી પુસ્તક અનુવાદ હોવા છતાં બિલકુ લ અનુભવજન્ય બની રહે છે. સંપાદન જ્યોતિભાઈ દેસાઈએ કર્યું છે. બે ખંડમાં વહેં ચાયેલું આ બહુમૂલ્ય પુસ્તક માત્ર ૧૪૪ પાનાંમાં જીવનનું ભાથું આપી જાય છે. શ્રીલાલાએ પોતાની આત્મકથારૂપી આ પુસ્તકમાં જણાવ્યું છે કે, ‘જીવન કૅ ન્સર કરતાં મોટુ ં છે તેવું માનવું આવશ્યક છે… સમય ગમે તેટલો અંધકારમય લાગે, પ્રભુની અફર પ્રભુતાની આડે અંધારું ક્યારે ય નહીં જીવનનો ઉત્સવ લેૹ આર. એમ. લાલા અનુ.ૹ ડૉ. દર્શના વાણી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2005 પેપરબેક સાઇઝૹ 5.5 "× 8.5" ISBNૹ 81-7229-345-3 પાનાંૹ 12+144 • ૱ 50

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

ટકે.’ અને ‘તે માટે પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે વું એ એક સારામાં સારો ઉપચાર છે.” કૅ ન્સર દરમિયાન શારીરિક સ્વસ્થતા, માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસ અગત્યનો ગણતાં અહીં નોંધવામાં આવ્યું છે કે વારસો અને ખરાબ આદતો કૅ ન્સર થવા માટે ચારપાંચ ટકા જ ેટલાં જ જવાબદાર છે. ખરે ખર તો આપણે જાત પર ખૂબ તાણ લાદીએ છીએ. બીજી રીતે કહીએ તો આપણે જ રોગને નોતરીએ છીએ. પણ હવે નોતરી જ દીધું તો જાગ્યા ત્યાંથી સવાર સમજીને એ દરમિયાન શરીરની આંતરિક શક્તિઓ જગાડવી, જીવનના બધા જ કોયડા ઉકેલવા ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનું મહત્ત્વ, કુ દરત સાથે એકરૂપતા, વાચનના લાભ, સંગીતની અસર, શ્વાસ લેવાની પદ્ધતિ, સર્જનાત્મક કાર્ય જ ેવી બધી બાબતો સ્વાસ્થ્ય માટે કેટલી ઉપયોગી છે તે જાણવું અને જીવનમાં ઉતારવું જરૂરી બની રહે છે. કેમોથેપી એ કૅ ન્સર સામે લડવાનું અમોઘ શસ્ત્ર છે. કેમોથેપીની આડઅસરો અને તે દરમિયાન અને તે પછી પણ રાખવાની તકેદારી અંગે વિગતે વાત કરાઈ છે. આ પુસ્તકને વિષય, વર્ણન અને સંવેદનાની બાબતે સુંદર રીતે અગ્રિમ હરોળમાં મૂકી શકાય તેમ છે. આ પુસ્તક વાંચવાથી એ તો ચોક્કસ સમજાય છે કે કૅ ન્સર કશું કરી શકતું નથી. તે તમારો પ્રેમ લૂંટી શકતું નથી, આશા તોડી શકતું નથી, શ્રદ્ધાને ખાળી શકતું નથી, શાંતિને હણી શકતું નથી, મિત્રતાને મારી શકતું નથી, યાદોને દબાવી શકતું નથી, આત્મા પર આક્રમણ કરી શકતું નથી, શાશ્વત જીવન ચોરી શકતું નથી અને આપણે ઇચ્છીએ તો તેની સામે જીત મેળવી શકીએ છીએ. જીવનને સ્વસ્થતા અને આનંદથી જીવવાનું ભાથું મળી રહે તે હે તુથી સુલભ કરાવાયેલું આ પુસ્તક જાતે વાંચવા અને ભેટ આપવા ઉત્તમ પુસ્તક બની રહે એમ છે. સતીષ શામળદાન ચારણ Email: sscharan_aaa@yahoo.co.in 237


સંઘબળ થકી સ્વરાજ પથ પર ડગ માંડવા પ્રેરતું પુસ્તક : મારી બહે નો સ્વરાજ લેવું સહે લ છે

સેલ્ફ

એમ્પલોઇડ વિમેન એક્શન એટલે કે ‘સેવા’ અને તેના સંસ્થાપિકા ઇલા ર. ભટ્ટ દ્વારા મહિલાઓને પગભર કરવા માટે ચાર દાયકા લાંબી સફર અને સંઘર્ષનો સ્વાનુભવ એટલે મારી બહે નો, સ્વરાજ લેવું સહે લ છે. ઇલાબહે ન ઉપરાંત, તેમની સાથે આ કામમાં સંકળાયેલાં નીરુબહે ન જાદવ, રે નાના ઝાબવાલા, લલિતા ક્રિષ્ણાસ્વામી, જયશ્રી વ્યાસ, મિરાઈ ચેટરજી, રીમા નાણાવટી, નમ્રતા બાલી અને મનાલી શાહનાં સફર અને સંઘર્ષ વર્ણવતાં કુ લ નવ પ્રકરણો સમાવતું આ પુસ્તક હાથકાગળના મુખપૃષ્ઠ પર હસ્તાક્ષરમાં પુસ્તકનું શીર્ષક ધારણ કરી શોભે છે. જોવામાં ખાસ્સા નમણાં લાગતાં આ પુસ્તકમાં આભે આંબતી મારી બહે નો સ્વરાજ લેવું સહે લ છે

લે. ઃ ઇલા ર. ભટ્ટ પ્રકાશકૹ સેલ્ફ એમ્પલોઇડ વિમેન ઍક્શન (સેવા) પ્રથમ આવૃત્તિ ઃ 2013 પાકું પૂંઠુૹં 4.75"×7" પાનાંૹ 324

હસ્તકલાની આવડત, આ જગત સુધી તે પહોંચે એ માટેની સફર અને નર્યા સર્જનાત્મક-રચનાત્મક કામ છતાં એ પાર પાડવા માટે સિસ્ટમ સાથે પાડવો પડતો પનારો સંઘર્ષથી સહે જ ેય ઓછો નથી, તેનું બયાન કરી જાય છે. હિં દ સ્વરાજ વાંચીને તેના અંગેનું ચિંતન લેખિકાના મનમાં આગળ વધતા પુસ્તકના શીર્ષક  ધારી લેખમાં જ અનેક મહિલાસાથીની ગાથા વર્ણવીને સ્વરાજ માટે આર્થિક વિકેન્દ્રીકરણની અનિવાર્યતા પર ભાર મૂકે છે. આઝાદી વખતે ગવાતું ગીત ‘એકડે એક, ગાંધીની રાખો ટેક મારી બહે નો સ્વરાજ લેવું સહે લ છે’ એ તેઓ સેવાની બહે નો સમક્ષ અવારનવાર મૂકતા રહે છે. ‘ગાંધીદર્શનમાં સાચા દિલની શ્રદ્ધા રાખીને જો સંકલ્પ કરવામાં આવે તો... એ માટે કોઈ જાતના નાતજાત, ધર્મ, ઊંચનીચના ભેદભાવ વગર જ્યાં જ્યાં મથામણ કરવામાં આવી છે ત્યાં સફળતા મળી હોવાનાં ઉદાહરણો અહીં પાને પાને જોવા મળે છે.’ તેમ વિશેષ રૂપે લખાયેલી ઇન્દુકુ માર જાનીની પ્રસ્તાવનામાં અભ્યાસપૂર્ણ પણે કહે વાયું છે. સં.

ગાંધીજીનાં સત્યાગ્રહ-સર્વોદય-સ્વરાજ સંબંધિત પુસ્તકોની યાદી

અહિં સાનો પહે લો પ્રયોગ _ 50.00 આપણે સૌ એક પિતાનાં સંતાન _30.00 સત્યના પ્રયોગો અથવા આત્મકથા (કાચું પૂંઠુ)ં _50.00 સત્યના પ્રયોગો અથવા આત્મકથા (ડિલક્સ) _200.00 એક સત્યવીરની કથા અથવા સાૅક્રેટિસનો બચાવ _15.00 ગ્રામસ્વરાજ _50.00 ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા _40.00 ગાંધીજીનું જીવન એમના જ શબ્દોમાં _20.00 ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ _10.00 238

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ _90.00 મારા સ્વપ્નનું ભારત _80.00 મંગળપ્રભાત _10.00 રચનાત્મક કાર્યક્રમ _15.00 લોકશાહી—સાચી અને ભ્રામક _15.00 સર્વોદય _10.00 સર્વોદય દર્શન _40.00 હિં દ સ્વરાજ _30.00 હિં દ સ્વરાજ – હસ્તાક્ષર (હાથકાગળ) _2000.00 હિં દ સ્વરાજ – હસ્તાક્ષર (મૅપલીથો) _600.00 [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


જેના વિના કાર્ટૂ ન્સ બુક કલેક્શન અધૂરુ ં છે એવું પુસ્તક : Gandhi in Cartoons

જાહે ર

ક્ષેત્રમાં રહે લી કોઈ પણ વ્યક્તિને જોવાના ઘણા રસ્તા હોય છે. એમાંનો એક એટલે કાર્ટૂન્સ કે ઠઠ્ઠાચિત્રો. ગાંધીજી એવું વિરાટ વ્યક્તિત્વ છે કે એમણે ખેડલ ે ા એક પણ ક્ષેત્રમાં એમનો પ્રભાવ કે એમના વિચારો જૂ ના થયા નથી. કાર્ટૂન્સનું પણ એવું જ છે. પરં તુ કાર્ટૂન વિશ્વમાં છેલ્લાં વર્ષોમાં જ ે રીતે ગાંધીજી દેખાય છે, તે મોટે ભાગે ગાંધીજી અત્યારે હોત તો શું હોત તે વિચારને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલાં હોય છે. અથવા તો અત્યારની ખાડે ગયેલી સ્થિતિના ચિત્રણ માટે ગાંધીજી અથવા તો ગાંધીયુગને યુટોપિયા (આદર્શ સ્થિતિ) તરીકે કલ્પીને તેને હાલની સ્થિતિ સાથે સરખાવવામાં આવે છે. પરં તુ આ ચર્ચાની સાથે જ પ્રશ્ન એ થાય કે ગાંધીજી જ્યારે હયાત હતા ત્યારે કાર્ટૂનિસ્ટોએ એમના સંઘર્ષને કેવી રીતે જોયો હતો. આમ તો કોઈ સંશોધક અથવા તો જિજ્ઞાસુને આ કુ તૂહલ સંતોષવું હોય તો કેટલા દાયકાઓ જૂ નાં અખબારો શોધીને ફં ફોસવાં પડે! પરં તુ નવજીવન ટ્રસ્ટે પુનઃપ્રકાશિત કરે લું પુસ્તક गांधी व्यंग्यचित्र संग्रह (અંગ્રેજી : ગાંધી ઇન કાર્ટૂન્સ) આ કુ તૂહલ ઘણે અંશે સંતોષે છે. ઇન્ડિયન ન્યૂઝ ઍન્ડ ફીચર્સ(ઇન્ફા)ના તત્કાલીન એડિટર ઇન ચીફ દુર્ગા દાસ દ્વારા સંપાદિત આ દ્વિભાષી પુસ્તકમાં ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહના દિવસોથી લઈને એમની સ્થૂળ દેહે વિદાય પછીના સમય સુધીનાં વૈશ્વિક માધ્યમોમાં છપાયેલાં કાર્ટૂન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માધ્યમોમાં Gandhi in Cartoons (गांधी व्यंग्यचित्र संग्रह) સંપાદકૹ દુર્ગા દાસ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર, 1970માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું પુનઃ પ્રકાશન વર્ષૹ 2016 પેપર બૅક સાઇઝૹ 7" × 8.8" ISBN : 81-7229-235-X પાનાંૹ 240 • ૱ 300

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

દક્ષિણ આફ્રિકાના ‘ધ રે ન્ડ ડેઇલી મેઇલ’થી લઈને લંડનના ‘ઇવનિંગ સ્ટાન્ડર્ડ’ અને જર્મનીના ‘સિમ્પ્લિસિસિમસ’, અમેરિકાના ‘લાઇફ’ મૅગેઝિનથી લઈને કરાંચીના ‘ધ ડોન’, દિલ્હીથી પ્રકાશિત ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ અને ગુજરાતી એવાં ‘જન્મભૂમિ’, બંગાળી ‘દેશ’ વગેરેનો સમાવેશ થાય છે. આના પરથી ખબર પડે છે કે આ સંકલનનું ફલક કેટલું વિશાળ છે. કાર્ટૂનિસ્ટોમાં પણ દિગ્ગજ એવા ડેવિડ લોથી લઈને શંકર, શનિ અને નારદ જ ેવા ભારતીય કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂન્સનો સમાવેશ થાય છે. કૉફી ટેબલ બુક જ ેવા ફૅ શનેબલ ટેગ વિના પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં ગાંધીજીના જીવનના ઘટનાક્રમને કાર્ટૂનના માધ્યમથી સમજી શકાય તેમ છે. માત્ર કાર્ટૂન્સ જ નહીં, આ પુસ્તકમાં દરે ક કાર્ટૂનની સાથે ટૂ કં ી નોંધ પણ હિન્દી અને અંગ્રેજીમાં મૂકવામાં આવી છે, જ ે તેની ઐતિહાસિક–રાજકીય પૃષ્ઠભૂમિ સમજવામાં પણ ખાસ્સી મદદરૂપ થાય છે. આ સમયગાળામાં બનેલાં કાર્ટૂન્સમાં ગાંધીજી ઉપરાંત ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં અન્ય પાત્રો સરદાર, નેહરુ, સુભાષ, ઝીણા વગેરેનો પણ પ્રવેશ થાય છે. ધીમે ધીમે સ્વતંત્રતા અને દેશના ભાગલા તરફ આગળ વધતાં ઘટનાક્રમનું નિરૂપણ કરતાં કાર્ટૂન્સમાં ઝીણાની અલગ દેશ પાકિસ્તાન માગવાની હાસ્યાસ્પદ અને બાળહઠ બની ગયેલી રાજહઠ, દેશની ભલાઈ માટે સમય વર્તીને રજવાડાંને ભારતીય સંઘ સાથે જોડાઈ જવાની બાપુની સલાહ, ભાગલાનાં જોખમો સામે લાલ ઝંડી બતાવતા ચિંતાગ્રસ્ત બાપુ અને એમની નારાજગીનું ચિત્રણ થયું છે. ગાંધીજીની જન્મશતાબ્દી વખતે આકાશમાંથી નીચે જોતી બાપુની આકૃ તિ કુ ટ્ટીએ બતાવી છે, જ્યાં નીચે ધરતી પર સાધ્યો (સત્તા) માટે કોઈ પણ સાધન અપનાવતાં ન અચકાતા નેતાઓને લડતાં–ઝઘડતાં બતાવ્યા છે. તેને કૅ પ્શન અપાયું છે, ‘બધું જ એમના (ગાંધીજીના) નામે.’ આ અફલાતૂન કાર્ટૂનસંગ્રહમાં સમાવિષ્ટ લગભગ 239


કાર્ટૂન્સના આ સંગ્રહ વિના ગાંધીજી કે કાર્ટૂન્સમાં રસ ધરાવતા લોકોનાં પુસ્તકોનું કલેક્શન અધૂરું છે તેવું બેધડક કહી શકાય. જયેશ અધ્યારુ

બધાં જ કાર્ટૂન્સમાં ગાંધીજીની શાંત અને હસમુખી છબી ઊભરી આવે છે. જ્યારે એમના આ શાંત છતાં પહાડ જ ેવા મક્કમ અભિગમથી એમના વિરોધીઓ અકળાઈ ઊઠતા જોવા મળે છે. ૧૧૧ જ ેટલાં દુર્લભ

Email : jayeshadhyaru@gmail.com

જીવનાનુભૂતિ કરાવતો કાવ્યસંગ્રહ : રવીન્દ્ર-સૌરભ

સાહિત્ય અને તેમાંયે બંગાળી સાહિત્યમાં રવીન્દ્રનાથ

ટાગોરનું નામ જ ે આદર, માન-સન્માન સાથે લેવાય છે એવાં માન-સન્માન કદાચ ભારતીય સાહિત્યમાં બીજા કોઈને મળ્યાં નહીં હોય. માત્ર ભારતે જ નહીં પણ સમગ્ર વિશ્વએ આ બંગાળી કવિને બેહદ ચાહ્યા છે, આજની તારીખમાં પણ રવીબાબુનાં કાવ્યો, ગદ્યકાવ્યો કે લખાણો પાછળ ઘેલાં થનારાં સાહિત્યપ્રેમીઓનો તોટો નથી. તેમનાં ઘણાં કાવ્યસંગ્રહોનો ગુજરાતીમાં અનુવાદ થયો છે. જ ેમાંના કેટલાક તો એક અલગ જ સૌંદર્યાનુભૂતિ કરાવી જાય છે. તેમાંનું એક તે રવીન્દ્ર-સૌરભ. રવીન્દ્ર-સૌરભ (લિપિકા) રવીન્દ્રનાથ ટાગોરનાં ૩૯ ગદ્યકાવ્યો-નિબંધોનો સંગ્રહ છે. આ સંગ્રહને અનુવાદક મળ્યા કાકાસાહે બ કાલેલકર. જન્મે મરાઠી અને કર્મે ‘સવાયા ગુજરાતી’ એવા કાકાસાહે બે સ્વરાજ્યની હિલચાલના છેવટના કટોકટીના દિવસોમાં જ ેલજીવન દરમિયાન આ ગદ્યકાવ્યો મૂળ મરાઠીમાં અનુવાદ કરે લાં અને તેનો ગુજરાતી અનુવાદ સરોજિની નાણાવટીએ કર્યો છે. કાકાસાહે બે પુસ્તકની રવીન્દ્ર-સૌરભ (लिपिका) લેૹ રવીન્દ્રનાથ ટાગોર અનુ. કાકાસાહે બ કાલેલકર, સરોજની નાણાવટી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર બીજી આવૃત્તિ ૹ 2013 પેપરબૅક સાઇઝૹ 4.75 "×7" ISBNૹ 978-81-7229-465-6 પાનાંૹ 8+232 • ૱ 110

240

પ્રસ્તાવનામાં નોંધ્યું છે, ‘અનુવાદિકાએ કાકાસાહે બની વિચારશૈલી સાથે ઓતપ્રોત થઈને આ અનુવાદ કર્યો હોવાથી એમને ક્યાંય સુધારાવધારા કરવા પડ્યા નથી.’ આમ, આ સંગ્રહ બંગાળી, મરાઠી, ગુજરાતી એમ ત્રણ ભાષાનો સંગમ છે. આ ગદ્યકાવ્યોમાં અમુક તો આપણી કલ્પનામાં પણ ન આવે એવા વિષયો પર લખાયેલાં છે. દા. ત. પગદંડી, શરણાઈ, ઘોડો, બપોરે ...વગેરે. ‘વાર્તા’ નામની રચનામાં કવિએ સમસ્ત જીવનસૃષ્ટિનું સત્ત્વતત્ત્વ સમાવીને સમજાવી દીધું છે. જીવનના દરે ક પડાવને આવરી લેતાં આ સંગ્રહમાં જન્મ અને મૃત્યુ વચ્ચેની બલકે મૃત્યુ પછીનાં સ્વર્ગ-નર્કના કાલ્પનિક વિશ્વને પણ અદ્ભુત શબ્દદેહ સાંપડ્યો છે. જ ે વાંચતી વેળા વાચકને ‘આ તો મારી વાતને મળતી આવતી વાત જ છે’ એવું વિચારતા કરી મૂકે છે. કવિનો બંધનો પ્રત્યેનો અણગમો અને મોકળાશ પ્રત્યેની આસક્તિ લગભગ દરે ક રચનામાં છલકાય છે. સમાજ ે થોપી બેસાડેલાં જાતભાતનાં બંધનો પર રવીબાબુના કટાક્ષોના મર્મ કાકાસાહે બે જાણે અદ્દલ ઝીલ્યા હોય એવી અનુભૂતિ આ કાવ્યો વાંચતા થાય છે. વળી, પોતાનાં નિરુપણો દ્વારા એ વાતને ઘુંટી પણ આપે છે. એક સમયના અપ્રાપ્યમાંથી આ પુસ્તકની પુન:મુદ્રણ માટેની પસંદગી વાચકો માટે અમૂલ્ય બની રહે શે તેમાં બેમત નથી. શિલ્પા ભટ્ટ-દેસાઈ E-mailૹ 23shilpabhatt@gmail.com

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીવિચારનું નવનીત : ગાંધી-વિચાર-દોહન

અત્યારે

વિશ્વ જ ે જ ે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, તેના નિવારણની શક્તિ ગાંધીવિચારમાં છે, એ કહે વા માટે હવે કોઈ મહાનુભાવના અવતરણને ટાંકવાની જરૂર રહી નથી. દેશ-દુનિયાભરમાં એનજીઓથી લઈને એલચી સ્તર સુધીનાં સંમેલનોમાં આ વાત કહે વાતી આવી છે. ગાંધીજીનાં મૂળભૂત લખાણો ઉપરાંત તેમના વિચારોને જાણી-સમજીપચાવી આપણી સમક્ષ મૂકનાર કેટલાંક ચુનંદા નામોમાં એક એટલે કિશોરલાલ ઘ. મશરૂવાળા. ગાંધીજીએ તેમના માટે કહે લું ‘કિશોરલાલની સલાહ મારે માટે ઘણી કીમતી છે. મારી પાસે આવીને વર્ષોથી એ બેઠા છે, છતાં હં ુ જાણું છુ ં કે એમની સત્યશોધકની દૃષ્ટિ એ એટલી બધી મૂળગામી અને સ્વતંત્ર છે કે એ મારી પાછળ પાછળ નથી આવતા. અમે બંને સત્યની શોધમાં સમાંતર માર્ગે જ ચાલી રહ્યા છીએ.’ આ કિશોરલાલ ગાંધીજીના વિચારને પોતાની ભાષામાં, ખૂબ ટૂ કં માં, સચોટ અને સર્વસમાવેશક પણે ગાંધી-વિચાર-દોહન પુસ્તકરૂપે મૂકી આપે છે. તેમાં ધર્મ, ધર્મમાર્ગો, સમાજ, સત્યાગ્રહ, સ્વરાજ, વાણિજ્ય, ઉદ્યોગ, ગોપાલન, ખાદી, સ્વચ્છતા અને આરોગ્ય, કેળવણી, સાહિત્ય અને કળા, લોકસેવક અને સંસ્થાઓ એમ ૧૪ ભાગમાં વહેં ચાયેલું છે ને ઊઘડતા પાને જ પુસ્તકના શીર્ષક નીચે [ગાંધીજીની ‘સંમતિ’પૂર્વક] એમ લખાયું છે. અત્યારે ગાય મુદ્દે દેશમાં જ ે માહોલ પ્રવર્તી રહ્યો છે તેમાં ગાંધીજીએ હિં દુઓ અને મુસલમાનો એમ ગાંધી-વિચાર-દોહન લેૹ કિશોરલાલ ઘ. મશરૂવાળા પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1963માં પ્રકાશિત ચોથી આવૃત્તિનું બીજુ ં પુનર્મુદ્રણ વર્ષ ઃ 2010 પેપરબૅક સાઇઝઃ 4.75"x7" ISBNૹ 81-7229-184-1 પાનાંૹ 16+192 • ૱ 40

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

બંનેને ઉપયોગી થાય તેવી સલાહ આપી હતી, જ ેને આ પુસ્તકમાં અસરકારક રીતે વણી લેવામાં આવી છેૹ ‘હિં દુસ્તાનની આર્થિક દૃષ્ટિએ ગોવધની મનાઈ હોવી જોઈએ. પણ એવું ન થાય ત્યાં સુધી હિં દુઓએ ધીરજ રાખી સમજાવટ અને સેવાથી એ વધ અટકાવવા પ્રયત્ન કરવા જોઈએ. ગોવધ અટકાવવા મનુષ્ય વધ કરવો એ અધર્મ છે. ગાયની કુ રબાની ફરજિયાત નથી એમ સમજી લઈ, મુસલમાનોએ ગાયની કુ રબાની બંધ કરવી, એ પરમ સત્કૃત્ય ગણાય.’ ગાંધીજી છેવાડાના લોકોના વિકાસને પ્રાધાન્ય આપવામાં માનતા હતા. આ માટે તેમણે સ્વદેશી ઉદ્યોગધંધાને પ્રોત્સાહન આપવાની તરફે ણ કરી હતી. પણ તેમનો સ્વદેશી ધર્મ કેવો હતો?ૹ ‘જ ે વસ્તુ સ્વદેશમાં ન બની શકે અથવા મહાકષ્ટથી જ બની શકે, તે પરદેશના દ્વેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસવું, એમાં સ્વદેશી ધર્મ નથી. સ્વદેશી ધર્મ પાળનાર પરદેશનો દ્વેષ ક્યારે ય નહીં કરે . સ્વદેશી એ સાંકડો ધર્મ નથી, પણ પ્રેમમાંથી-અહિં સામાંથી ઉત્પન્ન થતો વિશાળ અને ઉદાર ધર્મ છે.’ પુસ્તકના નિવેદનમાં કિશોરલાલ લખે છે, ‘હં ુ એમ માનું છુ ં કે, કોઈ સત્પુરુષના વિચારોને માત્ર એમનાં પુસ્તકોના અભ્યાસથી પૂરેપૂરા નથી જાણી શકતા ઃ એમનો સહવાસ જોઈએ. પણ સહવાસ ઉપરાંત પણ એમનું હૃદય સમજવાનો અને એમની સમગ્ર વિચારસરણીના મૂળ પાયા પકડવાનો પ્રયત્ન હોવો જોઈએ. એ પાયા જો હાથ લાગે, તો એમની આખી વિચારસૃષ્ટિ, જ ેમ ભૂમિતિમાં એક સિદ્ધાન્તમાંથી બીજા સિદ્ધાન્તો નીકળે છે તેમ, દેખાતી આવે. ગાંધીજીને સમજવાનો મારો પ્રયત્ન આ રીતનો છે.’ ગાંધીજીને આ રીતે સમજીને થયેલું આલેખન સ્વાભાવિક જ ગાંધીવિચારનું ઉત્તમ દોહન બની રહે . કેયૂર કોટક Emailૹkeyurkotak@gmail.com

241


જાત પ્રત્યે મનમાં ચચરાટ પેદા કરતું પુસ્તક : ચૂપ નહી ં રહે વાય

‘હું

માનું છુ ં કે મારું જીવન, મારી બુદ્ધિ, મારો અંતરદીપ મને કેવળ મારા ભાઈઓમાં જ્ઞાનનો પ્રચાર કરવા માટે જ અપાયેલાં છે. હં ુ માનું છુ ં કે મારા જીવનનો એકમાત્ર અર્થ છે કે મારો અંતરદીપ જ ે રસ્તો દેખાડે તે જ રસ્તે મારે ચાલવું, અને એ દીપકને માણસો આગળ ઊંચો ધરી રાખવો જ ેથી માણસો તને જોઈ શકે.’ લીઓ ટૉલ્સ્ટૉય લીઓ ટૉલ્સ્ટૉય જ ે અંતરદીપની વાત કરે છે તે ઘણા સ્વાનુભવોમાંથી તવાઈને પ્રગટે છે. જ ેમ કે આ પુસ્તકમાં ‘મારું પરિવર્તન’ પ્રકરણમાં ટૉલ્સ્ટૉય ‘હં ુ યુદ્ધમાં માણસોની હત્યા કરતો; બીજાઓના જીવ લેવા તેમની જોડે દ્વંદ્વયુદ્ધમાં ઊતરતો; પાનાંના જુ ગારમાં પૈસા ગુમાવતો; ખેડૂતોના પરસેવામાંથી જોરજુ લમ કરીને મેળવેલા પૈસા વેડફી નાખતો; ખેડૂતોને નિર્દયપણે સજા કરતો; વંઠલ ે સ્ત્રીઓની સાથે રં ગરાગ કરવામાં ગુલતાન રહે તો; અને માણસોને છેતરતો, જૂ ઠ, લૂંટ, સર્વ પ્રકારનો વ્યભિચાર, શરાબખોરી, હિં સા, ખૂન!!.. એવો એકે ગુનો નહોતો જ ે હં ુ કરતો ન હોઉં; અને છતાં મારી બરોબરીના માણસો મને એ કારણે પ્રમાણમાં ઓછો સદાચારી ન ગણતા.’ વાચકને ખુદને પણ પુસ્તક વાંચતી વખતે આ દીપક સતત દઝાડતો રહે શે. આજની સુપરફાસ્ટ ઝડપે દોડતી જિંદગીમાં પછેડી કરતાં મોટી સોડ તાણવામાં આપણે પોતાની જાત સિવાય બીજા કશાનો વિચાર કરતા નથી અને ટૉલ્સ્ટૉયની જ ેમ આપણે ચૂપ નહીં રહે વાય લેૹ લીઓ ટોલ્સ્ટોય અનુ.ૹ ચંદ્રશંકર શુકલ, પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1962માં સુધારે લી બીજી આવૃત્તિનું પુનર્મુદ્રણૹ 2015 પેપર બેક સાઇઝ ઃ 4.75" x 7" ISBNૹ 978-81-7229-664-3 પાનાંૹ 4+248 • ૱ 150

242

પણ વધતીઓછી માત્રામાં જાણ્યેઅજાણ્યે ઉપર જણાવેલ દરે ક કામ કરે લું હોય છે. ટૉલ્સ્ટૉય આપણી મર્યાદારૂપી દરે ક નસ દબાવે છે, જ ેથી આપણે જો ઇચ્છીએ તો તેનો ઇલાજ કરી શકીએ. આ જ રીતે ટૉલ્સ્ટૉય ધર્મ, રાજકારણ, શિક્ષણ, સામાન્ય માણસની આર્થિક–સામાજિક સ્થિતિ જ ેવી બાબતોનાં અનેક પાસાં અંગે પણ મુદ્દાસર છણાવટ કરીને, આપણી સુખપૂર્વકની છટકબારીઓ વાંસી દે છે, જ ેને કારણે વાચક તરીકે આપણને આપણું પોતાનું જ ભદ્દું અંતરમન દેખાય છે, આપણે જ ે પ્રકારની એશો-આરામવાળી સુખમય જિંદગી જીવવાના પ્રયત્નો કરીએ છીએ, એવી જિંદગી તો કંઈક લોકોની અઘોષિત ગુલામીવાળી કાળી મજૂ રીમાંથી જ પેદા થઈ શકે તેમ છે. ટૉલ્સ્ટૉય સતત ઈશ્વરના કાયદા કે નૈતિક નિયમો પર ભાર આપે છે. ‘શું કરવું?’ પ્રકરણમાં ટૉલ્સ્ટૉય લખે છે ‘સરકાર જ ે વસ્તુ કરી રહી છે તે જો ખરાબ છે, તો તમે જ ે (શસસ્ત્ર બળવો) કરી રહ્યા છો કે કરવાની તૈયારી કરો છો તે વસ્તુ પણ એટલી જ ખરાબ છે. .... (એટલે) તમારે એક વસ્તુ કરવી જોઈએ –સન્માર્ગે ચાલો, ને પાપમાં પડશો નહીં કે ઈશ્વરની ઇચ્છાનો અનાધાર કરશો નહીં.’ ગાંધીજીનાં સાધનશુદ્ધિનાં આગ્રહને ઘડવામાં આ વિચારસરણીએ મોટો ભાગ ભજવ્યો હોય તેમ સતત લાગે છે. ધર્મ, જ ેના પર આજના સમયમાં સહે જ પણ ટિપ્પણી ન કરી શકાય એવો બનાવી દેવામાં આવ્યો છે, ટોલ્સ્ટોયના વખતમાંય સ્થિતિ કંઈ અલગ નહોતી. પણ તેનાથી ચૂપ નથી રહે વાયું. બેધડક લખે છે, ‘(દેહનાં સુખોપભોગમાં રાચનાર આપણે બધા) જ ે દુ:ખ ભોગવીએ છીએ તેનું મૂળ કારણ એ છે કે માનવી પ્રવૃત્તિને બુદ્ધિપૂર્વક દોરવનારી એકમાત્ર વસ્તુ —એટલે કે ધર્મ—વિના જીવીએ છીએ. એ ધર્મ તે પરં પરાગત ધર્મમતનો સ્વીકાર નથી; તેમ સુખદ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


માન્યતા વગેરેની પ્રચલિત સમજણમાં મોટુ ં ગાબડુ ં પાડે છે. પુસ્તક વાંચતી વખતે અને વાંચ્યા પછી મનમાં સતત ચચરાટ પેદા કરે છે. જાગૃત નાગરિક તરીકે આ વિચારોથી પીછો છોડાવો સહે લો તો નથી જ.

મનોરં જન, આશ્વાસન, કે ઉત્તેજના આપનાર કર્મકાંડનું અનુશીલન નથી. પણ તે માણસને ઈશ્વર—પરમાત્મા સાથે સંબંધ જોડી આપે છે અને મનુષ્યને પશુ કે એથીયે હલકી કોટિએ જતાં અટકાવે છે.’ આમ, ટૉલ્સ્ટૉય વર્ષોથી કે જન્મથી ચાલતી આવતી આપણી ધર્મ, શિક્ષણ, રહે ણીકરણી, પરં પરાગત

આનંદ આશરા Emailૹ anand.ashara@gmail.com 

જીરવવાની તાકાત હોય તો જ વાંચવા જેવી ચોપડી : ત્યારે કરીશું શું>

જીવન,

સમાજ, ધર્મ, વિકાસ, ધન, અર્થતંત્ર, માનવતા, રોજી, દાન, સેવા, નિસબત જ ેવી કે આ પ્રકારની કોઈ પણ બાબતમાં પોતાની ઊંચી સમજણ કે માનવીય આચારવિચારનો ફાંકો કે અટલ વિશ્વાસ ધરાવતી કોઈ પણ વ્યક્તિ ત્યારે કરીશું શું? વાંચે તો તેને પોતાના પગ નીચેથી જમીન સરકી ગયાનો કે માથે આભ તૂટી પડ્યાનો અહે સાસ થયા વગર ના રહે ! તમે પરાપૂર્વથી ચાલ્યા આવતાં મહાન સિદ્ધાંતો અને શ્રેષ્ઠ પરં પરાઓના પાયા પર નવા વિચારો અને સર્વમાન્ય આચરણનો જ ે મહે લ બનાવ્યો હોય તે સઘળી માન્યતાઓ, સિદ્ધાંતો અને નિયમોના મૂળમાં જ ઘા કરે એવી આ ચોપડી છે. ટૉલ્સ્ટૉયે તેર દાયકા પહે લાં લખેલા અને ૧૯૨૮માં નરહરિ પરીખ દ્વારા અનુદિત આ પુસ્તકની પ્રસ્તાવનામાં જ કાકાસાહે બ કાલેલકરે તેની સ્ફોટકતા-દાહકતા અને વિધ્વંસકતાનો પરિચય આપતાં લખ્યું છેૹ ‘…એ બહુ ખરાબ ચોપડી છે. એ આપણને જાગ્રત કરે છે, અસ્વસ્થ કરે છે, ધર્મભીરુ કરે છે. આ ચોપડી વાંચ્યા પછી એશઆરામ અને મોજશોખના ત્યારે કરીશું શું? અનુ.ૹ નરહરિ દ્વારકાદાસ પરીખ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1934માં પ્રકાશિત બીજી આવૃત્તિનું ચોથું પુનર્મુદ્રણ, વર્ષ 2014 (પ્રથમ આવૃત્તિ ૹ 1928) પેપર બૅક સાઇઝૹ 4.75 "× 7" ISBNૹ 978-81-7229-415-1 પાનાંૹ 10 + 334 • ૱ 120

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

દૂધમાં પશ્ચાત્તાપનો ખારો કાંકરો પડે છે. જ્યારે પોતાનું જીવન સુધારીએ ત્યારે જ આ મનોવ્યથા ઓછી થાય. માણસાઈને જ સાવ ગૂંગળાવી મારીએ તો તો સવાલ જ નથી… આજ ે લગભગ એકસો પાંત્રીસ વર્ષ પછી પણ આ ચોપડીની ધાર ઓછી નથી થઈ. અર્થશાસ્ત્રના રૂપકડા અને પડકારી ના શકાય તેવા જણાતા સિદ્ધાંતોની ટૉલ્સ્ટૉયે કરે લી છણાવટ અને તેના કારણે સમાજના એક મોટા વર્ગને દોઝખમાં મૂકી રાખવાનું અનંત કાળથી ચાલતુ​ું કાવતરું આપણને આ પુસ્તક વાંચીને સુપેરે સમજાય છે. અને એ સમજાય તે સાથે જ થાય છે કે આપણે પણ આ કાવતરાના હિસ્સેદાર છીએ. સૌને થાય છે એવો સવાલ જો તમને પણ થતો હોય કે, શક્તિએ મને પેદા કર્યો છે અને જ ે શક્તિ મને દોરે છે, તે મારી પાસેથી અને બીજા સૌ મનુષ્ય પાસેથી શાની અપેક્ષા રાખે છે? અને મારા પોતાના તથા જગતનાં કલ્યાણની જ ે વાસના મારા હૃદયમાં અંકાઈ રહે લી છે તેને સંતોષવા માટે મારે શું કરવું જોઈએ. બુદ્ધિ અને અંતરાત્માના અવાજની વધુ ને વધુ નજીક અને સતત ઉન્નત થતું જીવન કેવી રીતે શક્ય બને? … તો આ ચોપડી અવશ્ય વાંચવી જોઈએ. એ માત્ર સવાલો ઊભા નથી કરતી. જવાબો પણ આપે છે. એ અલગ વાત છે કે એ જવાબોને પચાવવાની તાકાત તમે મેળવવા ઇચ્છો છો કે નહીં. પ્રણવ અધ્યારુ Emailૹ pranavadhyaru@gmail.com

243


જીવનના શાશ્વત વિષયોનાં �ાન અને કર્મનો સમન્વય : વિદાય વેળાએ

ખલિલ

જિબ્રાનનું નામ મને તો અજાણ્યું જ હતું. શ્રી કિશોરલાલ મશરૂવાળાએ કરે લા એ કવિના એક સુંદર પુસ્તકના સુંદર અનુવાદથી મને એનો પરિચય થયો. સીરિયાના એ જ્ઞાની કવિનું અવસાન ૧૯૩૧માં થયું. ૫૦ વર્ષના જીવનમાં એણે પુષ્કળ પુસ્તકો અરબી ભાષામાં લખ્યાં અને ૧૯૧૮થી ૧૯૩૧ સુધીમાં અનેક અંગ્રેજી પુસ્તકો લખ્યાં. એનાં યુરોપની બધી ભાષામાં ભાષાંતર થયાં છે. એ પુસ્તકોમાંના 'ધ પ્રોફે ટ' નામના પુસ્તકનો શ્રી કિશોરલાલભાઈનો અનુવાદ નવજીવન પ્રકાશન મંદિર તરફથી બહાર પડ્યો છે. અનેક જ્ઞાનગંભીર અને સ્વતંત્ર પુસ્તકો લખનાર સાધુચરિત કિશોરલાલભાઈ કોઈ પુસ્તકનું ભાષાંતર કરે એટલી જ વાત મારે એ પુસ્તક જોવા માટે બસ હતી. એટલે સવાસો પાનાંનું એ નાનકડુ ં પુસ્તક હં ુ ઝપાટાબંધ જોઈ ગયો અને વાંચીને હં ુ મુગ્ધ થયો.... અનુપમ માધુર્યથી વિદાય વેળાએ લેૹ ખલિલ જિબ્રાન અનુ. : કિશોરલાલ ઘ. મશરૂવાળા પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર અગિયારમું પુનર્મુદ્રણ ૹ 2014 ISBNૹ 978-81-7229-099-3 પેપરબૅક સાઇઝૹ 8" x 8" પાનાંૹ 92 • ૱ 150

એમાં જ ે જ્ઞાન ભરે લું છે તે સૌને માટે હિતકારી છે. ઉત્તમોત્તમ અંગ્રેજ કવિ અને સમાલોચક એના કવિત્વ ઉપર તો મુગ્ધ થયા જ છે પણ એના વિચારસૌંદર્ય ઉપર [પણ] મુગ્ધ થયા છે અને કવિવર રવીન્દ્રનાથની 'ગીતાંજલિ' પછી એની કોટિનું બીજુ ં કોઈ પુસ્તક બહાર પડ્યું હોય તો તે આ જ છે એમ મુક્તકંઠ ે કહ્યું છે. અંગ્રેજી પુસ્તકના નામનો અનુવાદ કરવાને બદલે 'વિદાય વેળાએ' નામ શ્રી કિશોરલાલભાઈએ બહુ સાર્થ રીતે આપ્યું છે. એમાં જીવનના શાશ્વત વિષયો - પ્રેમ, લગ્ન, હર્ષ, શોક, બાળકો, શ્રમ, વેપાર, ધર્મ, શિક્ષણ જ ેવા - ઉપર કવિએ પોતાનું અનુભવામૃત ઠાલવ્યું છે. [કવિના શ્રમ વિશેના] ઉદ્ગારોમાં મને તો ગીતા અને બાઇબલના ભણકારા વાગે છે. સૃષ્ટિનિયંતાની અતંદ્રિત કર્મપરાયણતાના તાનમાં તાન પૂરવાનો એમાં ઉપદેશ છે, પ્રજાને સર્જી સાથે સાથે યજ્ઞને સર્જનારા સરજહારના યજ્ઞનો ઉપદેશ છે. એટલું જ નહીં પણ એમાં જ્ઞાન અને કર્મના યોગનો મહિમા ગાયો છે.... પ્રાચીન સત્યો અભિનવ સુંદર વેશે આ પુસ્તકમાં રજૂ થયાં છે અને ખૂબીની વાત એ છે કે આ શ્રમનો મહિમા પણ ખેડૂતની આગળ કવિએ ગાયો છે. મહાદેવ દેસાઈ [પુસ્તકમાંથી]

‘મને નથી લાગતું કે રવીન્દ્રનાથ ઠાકુ રની ગીતાંજલિ પછી પૂર્વમાંથી એવો સંુદર ધ્વનિ નીકળ્યો હોય જ ેવો ખલીલ જિબ્રાન—જ ે ચિત્રકાર તેમ જ કવિ છે—તેમના ધ પ્રોફે ટમાંથી સંભળાય છે.’

જ્યોર્જ રસલ [ પુસ્તકમાંથી]

ધર્મને સમજો શ્રેણી (1) હિં દુ ધર્મનું હાર્દ, (2) રામ અને કૃ ષ્ણ, (3) બુદ્ધ અને મહાવીર, (4) ગીતા અને કુ રાન (5) હજરત મહં મદ અને ઇસ્લામ, (6) ઈશુ ખ્રિસ્ત, (7) અશો જરથુષ્ટ્ર

(આ સંપુટનાં 7 પુસ્તકોની કિંમત રૂ. 500 થાય છે. સંપુટ ખરીદનારને રાહત દરે ₨ 300

244

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ભારત આગમન પહે લાં ભારતના ભાગ્યવિધાયકની ઝાંખી : ગાંધીજીનું પહે લું ચરિત્ર

ગાંધીજી

પર ઘણા અંગ્રેજ, યુરોપિયન, અમેરિકન લેખકોએ જીવનચરિત્રો લખ્યાં છે. રોમાં રોલાં અને લૂઈ ફિશર વિખ્યાત છે. ગાંધી ફિલ્મ બનાવનારા સર રિચર્ડ એટનબરો પણ ગાંધીજીના જીવન ચરિત્રકાર જ કહે વાય, પરં તુ ગાંધીજી જ્યારે મહાત્મા નહોતા, ‘ગાંધીભાઈ’ હતા, ભારતમાં નહોતા ને દક્ષિણ આફ્રિકામાં હતા, માત્ર ૩૯ વર્ષના હતા, ત્યારે તેમનાથી આઠ વર્ષ મોટા એવા પાદરી જોસફ ડોકે તેમનું જીવનચરિત્ર લખ્યું તે ગાંધીજીનું પ્રથમ જીવનચરિત્ર છે. પોતાનાથી નાની ઉંમરના એક હિં દુસ્તાનીની જીવનકથા મોટી ઉંમરનો ગોરો અંગ્રેજ આલેખે તે વિરલ ઘટના જ ગણાય. ગાંધીભાઈના સત્યાગ્રહ પ્રત્યે હમદર્દી દાખવવા બદલ ડોકને તેમના સંપ્રદાય તરફથી નારાજગી પણ વહોરવી પડેલી. અને ત્યારે તેમણે કહે લું ‘મારી રોજી તો મને ઈશ્વર આપે છે.’ અને પછી ડોકે ગાંધીભાઈને પોતાના ઘરે રાખીને સેવા કરી હતી. ડોકની ગાંધીભાઈ સાથેની પહે લી મુલાકાત ૧૯૦૭માં થઈ. તેમણે સાંભળેલું કે હિં દીઓના નેતા ‘સંસ્કારી, નમ્ર અને ઉદાત’ પુરુષ છે. એ ટૉલ્સ્ટૉયના અનુયાયી છે, એ વખતની મુલાકાતનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં ડોક લખે છે, ‘વિચારો પર ભાર મૂકવાને તે આંગળી હલાવતા હતા.’ ડોક કબૂલે છે કે આવી ટૂ કં ી, સીધી ને સ્પષ્ટ રજૂ આત કરતાં વાક્યો તેમણે પહે લી વાર સાંભળ્યાં! ગાંધીજીની શાંત સ્વસ્થ શક્તિ, હૃદયની મહાનતા અને પારદર્શક પ્રામાણિકતાનાં ગાંધીજીનું પહે લું ચરિત્ર લેૹ જોસફ ડોક પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1970માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું પુનર્મુદ્રણ વર્ષ ઃ 2004 પેપરબૅક સાઇઝૹ 4.75 "×7" ISBNૹ 81-7229-346-1 પાનાંૹ 20+156 • ૱ 40

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

દર્શનથી તેઓ ગાંધીજી પ્રત્યે આકર્ષાયા અને તેમની વચ્ચે ‘મિત્રતાની ગાંઠ બંધાઈ ગઈ.’ ડોકે જ્યારે ગાંધીજીને પોતે તેમનું જીવનચરિત્ર લખવા માગે છે, તેમ કહ્યું ત્યારે ‘અત્યાર સુધી તેઓ જ ે ઉત્સાહથી હકારમાં માથું હલાવતા હતા, તે ઓસરી ગયો.’ અને બોલ્યા, ‘તમે તો મને આબાદ સપડાવ્યો.’ પરં તુ પછી ‘લડતને ખાતર, ધ્યેયને ખાતર’ સંમત થયા. પુસ્તકના પહે લા પ્રકરણમાં જ જોહાનિસબર્ગનું સુંદર વર્ણન કરનારા ‘ધવલનગરી : પોરબંદર’ના વર્ણનમાંય કાચા પડતા નથી. ‘આજનું શહે ર અસલનું પોરબંદર નથી.’ ડોક કહે છે. ‘આજ ેય પણ પોરબંદરને આ જ વાક્ય લાગુ પડે!’ ઘેર ઘેર તુલસીક્યારા એ શહે રમાં જોવા મળતી એકમાત્ર હરિયાળી હતી! આજ ે પણ આપણાં શહે રોમાં ‘હરિયાળી’ના નામે મીંડુ ં જ છે ને? ડોક લખે છે, ‘એક વાર પોરબંદરની કાઠી વસ્તી બહારવટે ચઢી તો છેવટ લગી ઝઝુમ્યા, પણ રાણાને ન નમ્યા.’ ગાંધીજીમાં પોરબંદરનું આ પાણી જોવા મળે છે. ૨૧ પ્રકરણો સમાવતા આ ચરિત્રમાં પુસ્તક લખાઈ ગયા પછીની તાજાકલમ જ ેમાં ‘ગઈકાલે ગાંધીને બે માસની સજા થઈ…’થી શરૂઆત થાય છે. ગાંધીજીએ ડોક વિશે લખેલાં લખાણોમાંથી સંકલિત કરીને ચરિત્રકાર ડોકનો પરિચય પણ પુસ્તકમાં સમાવાયો છે. આમુખ ઉમાશંકર જોશીએ લખ્યું છે. ડોકે ગાંધીજીને પ્રશ્નો પૂછી પૂછીને, ‘એમના હૃદયમાં ચાલતાં વિચારો, મનોમંથનો, આપેલા ભોગો, મળેલ સિદ્ધિઓ’ કઢાવીને આ ‘જીવનકથા’ આલેખી છે. ધર્મ અને સત્યાગ્રહ અંગે વધુ વિગતે વાત લખાઈ છે. અનુવાદક બાલુભાઈ પારે ખ નોંધે છે, ‘આ કથા ૧૯૦૮ સુધીની છે પણ લેખકની દૃષ્ટિ એવી પારગામી છે કે એમાંથી પણ ભારતના ભાગ્યવિધાયકની ઝાંખી વાચકને મળી રહે છે.’ પ્રવીણ ગઢવી

સેક્ટર ૧, ગાંધીનગર

245


માનવધર્મી રાજનીતિ�ની સંઘર્ષગાથા: અજાતશત્રુ લિંકન

અમેરિકાના

ઇતિહાસમાં એબ્રહામ લિંકનનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને તેમનું પ્રદાન અવિસ્મરણીય છે. આપણે જ્યૉર્જ વોશિંગ્ટનને ‘અમેરિકાના રાષ્ટ્રપિતા’ કહીએ તો લિંકનને ‘અમેરિકાની મહામૂલી એકતાના સ્થાપક’ કહી શકીએ. શિસ્તબદ્ધ કૉંગ્રેસમૅન અને પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈએ યથાર્થપણે જ કહ્યું છેૹ ભારતને મહાત્મા ગાંધી ન મળ્યા હોત તો આપણને સ્વરાજ્ય મળ્યું ન હોત અને યુનાઇટેડ સ્ટેટ્સને લિંકન ન મળ્યા હોત તો એ દેશના ભાગલા થઈ ગયા હોત. ગાંધીજી અને લિંકન વચ્ચે ઘણી સમાનતા છે. બંને સત્ય માર્ગી હતા. બંને સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંતોને વરે લા હતા. બંને વકીલ હતા અને પ્રામાણિકતાપૂર્વક વકીલાત કરવાનું પસંદ કરતા હતા. બંને પોતાના દેશની એકતા કાજ ે શહીદ થયા. પણ રાજકીય કાર્યશૈલીની રીતે જોઈએ તો લિંકન અને સરદાર પટેલ વચ્ચે વધુ સામ્ય જણાઈ આવે છે. સરદારે ભારતને એક કરવા જ ે મક્કમતા, મુત્સદ્દી અને કુ નેહ દાખવ્યાં એવી જ કુ શળતા, વ્યવહારદક્ષતા અને દીર્ઘદૃષ્ટિ લિંકને અમેરિકાના આંતરવિગ્રહ વખતે બતાવી હતી. ગરીબીમાં ઉછરીને કોઈ નવયુવક પારાવાર સંઘર્ષ કરીને કેવી રીતે અમેરિકાના સર્વોચ્ચ હોદ્દા સુધી પહોંચે છે તેની કીર્તિકથા મણિભાઈ ભ. દેસાઈની સરળ, રસપ્રદ અને માર્મિક શૈલીમાં રજૂ થઈ છે. જીવનની નાની નાની ઘટનાઓનું તેમના જીવન અજાતશત્રુ લિંકન લેૹ મણિભાઈ ભ. દેસાઈ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1971માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું સાતમું પુનર્મુદ્રણ, વર્ષ 2013 પેપર બૅક સાઇઝૹ 4.75 "× 7" ISBNૹ 978–81–7229–234–8 પાનાંૹ 16 + 152 • ૱ 75

246

ઘડતરમાં શું પ્રદાન છે તેની છણાવટ પ્રભાવિત કરી જાય છે. તેમાંથી લિંકનના ચારિત્ર્યનાં ઉમદા પાસાંની જાણકારી મળે છે તો સાથે સાથે તેમના જ શબ્દોમાં પોતાની મર્યાદા પણ છતી થાય છે. વિશ્વ-ઇતિહાસમાં એબ્રહામ લિંકનની ગણના મહાન અને સમાજસુધારક રાષ્ટ્રપ્રમુખ તરીકે થાય છે. અમેરિકાના સ્થાપકોએ સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંતની કલ્પના કરી તો લિંકને ગુલામીપ્રથા નાબૂદ કરી તેને વાસ્તવિક સ્વરૂપ આપ્યું હતું. તેમણે રં ગભેદને ગોરા સમાજની જોહુકમી સમાન ગણાવ્યો હતો. સાચી લોકશાહી અને સ્વસ્થ રાજકારણ શું છે તેનું દર્શન તેમણે પોતાના શાસન થકી કરાવ્યું હતું. લોકશાહી, રાષ્ટ્રીયતા, રાષ્ટ્રીય મૂલ્યો, રાજકારણી (Politician) અને રાજનીતિજ્ઞ(Statesman) વચ્ચેનો ભેદ, લોકશાહી રાષ્ટ્રના અધિનાયકનું ચારિત્ર્ય, સ્વસ્થ રાજકીય પ્રતિસ્પર્ધા… જ ેવી અનેક બાબતોની સમજણ પણ આપણને પુસ્તકમાંથી પ્રત્યક્ષ-પરોક્ષ રીતે મળી રહે છે. આવા સુંદર પુસ્તકના લેખક મણિભાઈ ભ. દેસાઈને લિંકનનું ચરિત્ર લખવાનું તો પછી થયું પણ સ્વાભાવિકપણે જ લિંકન એમના પ્રીતિપાત્ર નેતા હોઈ આ લખતાં પહે લાં જ ૪૦ વર્ષો એબ્રહામ લિંકનનાં અને એમનાં વિશેનાં લખાણો વાંચવાના થયા. આ પ્રતાપે જ લિંકનનાં જીવન અને કવન વિશે પહે લેથી જાણનાર મણિભાઈ વિશે કાકાસાહે બ પ્રસ્તાવનામાં લખે છે, ‘સરળ, સંસ્કારી અને સાવ સ્વદેશી ગુજરાતી શૈલીમાં લખેલી આ ચોપડી વાંચતા શરૂથી આખર સુધી એ આનંદ કાયમ રહ્યો. … અને ધાર્મિકતાની કશી ચર્ચા કર્યા વગર, ગાંધીયુગના આપણા લોકો કદર કરી શકે એ રીતે, એબ્રહામ લિંકનનું પ્રશંસનીય ચારિત્ર્ય પણ અહીં એમણે ચીતરી આપ્યું છે.’ કેયૂર કોટક Emailૹ keyurkotak@gmail.com

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


સુકન્યા કસ્તૂરબાઈથી રાષ્ટ્રમાતા કસ્તૂરબા સુધીની જીવનસફર ઃ બા ઃ મહાત્માનાં અધા�ગિની

ગાંધીજીના

પૌત્ર અને કર્મશીલ ડૉ. અરુણ ગાંધી [બીજા નંબરના પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર] અને તેમનાં પત્ની સુનંદા ગાંધી દ્વારા કસ્તૂરબા વિશે મૂળ અંગ્રેજીમાં લખાયેલા જીવનચરિત્ર The Untold Story of Kasturbaૹ Wife of Mahatma Gandhi નો ગુજરાતી અનુવાદ એટલે બાૹ મહાત્માનાં અર્ધાંગિની. આ જીવનચરિત્રના અનુવાદક સોનલ પરીખ વ્યવસાયે લેખિકા અને અનુવાદક હોવા ઉપરાંત બાપુના વંશજ [મોટા પુત્ર હરિલાલનાં પુત્રી રામીબહે નના દોહિત્રી] પણ હોવાના કારણે અનુવાદમાં પ્રાણ પુરાયો હોય તેવી અનુભૂતિ થાય છે. પુસ્તકમાં કોઈ કાલ્પનિક ચર્ચાઓ કે અર્થઘટનો નથી પણ તેમનાં દ્વારા જ ે પ્રવૃત્તિઓ થઈ તેનો દસ્તાવેજી ચિતાર આપ્યો છે. કસ્તૂરબા વિશે ગુજરાતીમાં નાની પુસ્તિકા કે કેટલાંક પુસ્તકોમાં સ્વતંત્ર પ્રકરણો વાંચવાના થયા હોય પણ તેમનાં આખા જીવનચરિત્ર રૂપે આ પહે લું પુસ્તક છે એ રીતે પણ તેનું મહત્ત્વ ઓછુ ં નથી. શ્રીમંત અને સંસ્કારી એવા પિતા ગોકળદાસ અને માતા વ્રજકુંવરબાની કૂ ખે જન્મેલી કસ્તૂરના મનમાં બાળપણથી જ આદર્શ નારીના સંસ્કારો દૃઢ થયેલા. પણ આ ઢીંગલી જ ેવી કન્યા કસ્તૂર અને ગાંધી પરિવારની પુત્રવધૂ કસ્તૂરબાઈની જીવનશૈલીમાં ઘણો ફરક હતો. તેમ છતાં તેઓ ખૂબ સરળતાથી નવા વાતાવરણમાં ગોઠવાઈ ગયાં હતાં. નાનીમોટી બાૹ મહાત્માનાં અર્ધાંગિની લે.ૹ અરુણ ગાંધી અનુ.ૹ સોનલ પરીખ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2016 પેપર બૅક સાઇઝૹ 5.5" × 8.5" ISBNૹ 978 – 81 – 7229 – 718 – 3 પાનાંૹ 272 • ૱ 200

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

ભરતીઓટ—ચઢાવઉતારને એક જવાબદારી સમજી જીવનની નાવ સંભાળી. બાનું ભણતર નહિવત્ પણ ગણતર ઉચ્ચકક્ષાનું હતું તેનો અનુભવ ડગલે ને પગલે થયા વિના રહે તો નથી. બાળપણથી લઈ સાંસારિક જીવન, બાપુનું જાહે રજીવન, બાપુની ગેરહાજરીમાં કરવાનાં થતાં કાર્યો જ ે બાહોશી અને દૃઢતાપૂર્વક બાએ કર્યાં તેનો વિસ્તૃત ખ્યાલ પુસ્તકમાંથી મળી રહે છે. કોઈ પવિત્ર ચરિત્ર વાંચતાં હોઈએ એવું લાગતું આ પુસ્તક ગાંધીજી અને કસ્તૂરબાની સંયુક્ત જીવનકથા સમું બની રહે છે. અને તેમાં આવતાં નાનાંમોટાં ચરિત્રો કે જ ેઓ બા-બાપુનાં કાર્યોમાં કેવી રીતે ઉપયોગી થયાં તે પણ આપણી સમક્ષ જીવંત થયાં છે. જ ે લોકો ગાંધીયુગમાં જીવ્યા તે તો સદ્ભાગી હતા પણ જ ેઓ આ યુગમાં નથી જીવી શક્યા તેઓને આવાં પુસ્તકો ગાંધીયુગની ઝાંખી કરાવે છે. ૨૭૦ જ ેટલાં પૃષ્ઠો અને ૨૮ પ્રકરણમાં વહેં ચાયેલું આ પુસ્તક સરળ શૈલી અને સુરીલી ભાષા સાથે તટસ્થભાવે લખાયેલું છે. કસ્તૂરબાનાં ધૈર્ય, સહનશીલતા, સ્વાવલંબી, સ્વાભિમાની સ્વભાવની વાતો જ ે અત્યાર સુધી ક્યાંય જાણવા-વાંચવામાં નથી આવી તેને પુસ્તકમાં આવરી લેવામાં આવી છે. કસ્તૂરબાના વાત્સલ્યની વ્યાપકતા અને કર્તુત્વ સમાંતરે જાય છે. નવી પેઢીને આ પુસ્તકમાંથી ઘણું જાણવા-શીખવા મળશે. આજ ે દેશ અને દુનિયામાં લગ્ન, દાંપત્યજીવન અને સ્ત્રીપુરુષના સંબંધો કોઈ પણ સંજોગોવશાત્ જ ે વિકટ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે એ રીતે પણ આ પુસ્તક આગામી પેઢી માટે ઉપયોગી બની રહે એવું છે. સતીષ શામળદાન ચારણ Emailૹ sscharan_aaa@yahoo.co.in

247


સરદારની સર્વતોમુખી પ્રતિભા બહાર લાવતું પુસ્તક : સરદાર પટે લ — એક સમર્પિત જીવન

ભારતના સર્વ પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજ ેન્દ્રપ્રસાદે સન

૧૯૫૯ના મે માસની ૧૩ તારીખે પોતાની ડાયરીમાં નોંધ્યું છે : ‘જ ેના વિશે વિચાર કરી શકાય અને વાત કરી શકાય તેવું ભારત અસ્તિત્વમાં છે, તેનો યશ સરદાર પટેલની મુત્સદ્દીગીરી અને સુદૃઢ વહીવટી કુ નેહને ફાળે જાય છે’ સરદાર પટેલના સલામીલાયક જીવનચરિત્રના લેખક રાજમોહન ગાંધીએ આ વાત નોંધી છે. સ્વતંત્ર ભારત અસ્તિત્વમાં આવ્યું તેના સવા બે વર્ષના જ ગાળામાં સરદારની તબિયત કથળવા લાગી હતી. અંતિમ દિવસોમાં સરદારની આ ક્ષુબ્ધ અવસ્થાએ તેમની વિદાય નિશ્ચિત કરી દીધી હતી. આ નિશ્ચિત વિદાયના ઘટનાક્રમમાં ચરિત્રકાર સરદારની છબિને પુસ્તકના અંતિમ પ્રકરણમાં માત્ર પોણા બસો શબ્દોમાં આલેખી છે, તેમાં જાણે સંપૂર્ણ સરદાર સમાઈ જાય છે : ‘.... તેમની આખી જિંદગી પાછળ પથરાઈ રહી હતી. જવાહરલાલ જ ેવા આળા સ્વભાવના અને તોછડા મિત્રના વફાદાર સાથી; સરકારના સુકાની અને રાજાઓના રાજ ેશ્વર; ભારતના પ્રહરી, ઐક્યવિધાયક અને સંરક્ષક; નેહરુની સાથોસાથ અંગ્રેજી સલ્તનતના વારસદાર; સ્વાધીનતા અગાઉ મહાત્માનું સ્થાન લઈને કાૅગ્રે ં સની નીતિના ઘડવૈયા; અહમદનગરના જ ેલખાનામાં અંજપાથી આંટા મારતો સિંહ; ભારત છોડો આંદોલનના અવિશ્રાંત પડકાર ફેં કનાર; કાૅંગ્રેસ પક્ષ અને મુખ્ય પ્રધાનોના કડક સ્વામી; અંગ્રેજી રાજના કેદી ને તેની સરદાર પટેલ એક સમર્પિત જીવન લેૹ રાજમોહન ગાંધી અનુ. નગીનદાસ સંઘવી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર તેરમું પુનર્મુદ્રણ ૹ 2013 પેપર બેક સાઇઝ 6.5" x 9.5" ISBNૹ 978-81-7229-098-6 પાનાંૹ 12+634 • ૱ 500

248

સામે પડકાર ફેં કનાર; બારડોલીના ઓજસ્વી સેનાપતિ; ગાંધીજીના અડીખમ સહાયક; સંભાળ રાખનાર મિત્ર અને મશ્કરી કરવામાં એક્કા; બીજાઓ માટે હં મેશાં હસતા મુખે ખસી જનાર-જિંદગીની શરૂઆતમાં વિઠ્ઠલભાઈ માટે અને પાછળથી જવાહરલાલ માટે જગા કરી આપનાર; અમદાવાદ વકીલમંડળના સખત ચહે રાવાળા, છેલ્લી ફૅ શનનાં વસ્ત્રોમાં સજ્જ અને તોછડા વિજ ેતા; હં મેશાં મહત્ત્વાકાંક્ષા ધરાવનાર; લંડનમાં મોટી ઉંમરના મોજશોખમાં ક્ષણ પણ ન બગાડનાર વકીલાતના વિદ્યાર્થી; ગોધરા અને બોરસદમાં બધાને ડરાવનાર વકીલ; ઉદાસ, વહાલસોયી અને રહસ્યમાં વીંટળાયેલી યુવાન ઝવેરબાના મૂક પતિ; પોતાની જાત પર સખ્તાઈ આચરનાર અને પોતાને તુચ્છ ગણનારને પાઠ ભણાવનાર યુવાન; નોંધપાત્ર કિશોર, ગરીબ ખેડૂત કુ ટુબ ં નો ઉપેક્ષિત ચોથો છોકરો; નડિયાદનાં લાડબા અને કરમસદના ઝવેરભાઈને ત્યાં જન્મેલું બાળક’ અંતિમ પ્રકરણમાં પથરાયેલી આ વિગતમાં ન માત્ર સરદારનું સંપૂર્ણ વ્યક્તિત્વ, તેને ચરિત્રકારે હૃદયના જ ે ઊંડાણ અને તર્ક-બુદ્ધિની એરણે ઝીલ્યું છે તેની શાહે દી પણ પુરાય છે. ડાયરીઓ અને પત્રોથી લઈને અનેક સંદર્ભ સાહિત્યો, પુસ્તકોનો ઉપયોગ કરીને લખાયેલું આ જીવનચરિત્ર માત્ર સંશોધકીય સજ્જતા જ નહીં, ગાંધીજીના પૌત્ર અને રાજાજી(૧૮૭૮•૧૯૭૨)ના દોહિત્ર હોવાના નાતે બાળપણથી વારસામાં મળેલી સંવેદનપૂર્વકની સમજણનું પણ સુફળ છે. એક જ અવતરણ આ માટે પર્યાપ્ત છે. : ‘આઝાદ ભારતના પહે લા વડા પ્રધાનની પસંદગી કરવાની ક્ષણે મહાત્મા ગાંધીએ સરદાર પટેલને અન્યાય કર્યો હતો કે નહીં તે ચર્ચા અવારનવાર ઉપાડવામાં આવે છે. આ બાબતમાં મારું સંશોધન મેં આ ગ્રંથમાં રજૂ કરે લું છે. મહાત્માજીએ આ બાબતમાં સરદાર જોડે અન્યાય [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


કર્યો છે, તેવું કેટલાક લોકોનું પ્રતિપાદન આ ગ્રંથ લખવા માટે મને પ્રેરણા આપનાર પરિબળોમાંનું એક મહત્ત્વનું તત્ત્વ છે. આવો અન્યાય થયો હોય તો મહાત્માના પૌત્ર તરીકે તેનું થોડુ ં વળતર ચૂકવી દેવાનું વાજબી ગણાય.’ અને પછી ઉમેરે છે, ‘આ ઉપરાંત પોતાના રાષ્ટ્રના ઘડવૈયા પ્રત્યેનું નાગરિક ઋણ ચૂકવવાનો પણ મેં પ્રયાસ કર્યો છે.’ સરદારની ‘સર્વતોમુખી પ્રતિભાને બરાબર બહાર

લાવે’ એવું આ જીવનચરિત્ર અનેક સંદર્ભોની સૂચિ સાથે સાડા છસો પાનાંનું થાય છે. પુસ્તકની સાઈઝ અને તેના ફોન્ટથી તે વધુ આકર્ષક બને છે, પ્રમાણમાં નાના ફોન્ટ હોવા છતાં પાનાંમાં રાખેલી વધુ ખુલ્લી જગ્યા આ પુસ્તકને વધુ વાંચવા યોગ્ય બનાવે છે. પુસ્તક મૂળે અંગ્રેજીમાં લખાયું છે, પરં તુ નગીનદાસ સંઘવીએ કરે લો સુંદર અનુવાદ વાંચનારને પુસ્તક અનુવાદીત છે, તેવો જરાય અણસાર આવવા દેતું નથી. સં. 

તરુ ણોની ગાંધીકથા : My Early Life — An illustrated Story

મહાત્મા ગાંધીનાં અનેક જીવનચરિત્રોમાં આ પણ એક

સુંદર પ્રસ્તુતિ છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે ભારતમાં તૈયાર કરે લાં પ્રારં ભિક પુસ્તકોમાં My Early Life (૧૯૩૨) છે. ગાંધીજીની આત્મકથાની તે સંક્ષિપ્ત આવૃત્તિ છે. તેઓ જ ેલમાં હતા ત્યારે આ નાનકડુ ં મોહક પુસ્તક તેમના માર્ગદર્શનમાં મહાદેવભાઈ દેસાઈની સિદ્ધહસ્ત કલમથી આકાર પામ્યું હતું. ગાંધીજીના જીવનનો સને ૧૮૬૯થી ૧૯૧૪ સુધીનો—તેમના દક્ષિણ આફ્રિકાના રહે વાસ સુધીનો—સમયગાળો આ પુસ્તકમાં આવરી લેવાયો છે. જન્મથી શરૂ કરીને અહિં સક સત્યાગ્રહી લોકનેતાની પ્રતિષ્ઠાના તેજપુંજથી પ્રકાશિત વ્યક્તિત્વની વિકાસયાત્રા વાચકને જકડી રાખે તેવી શૈલીમાં રજૂ થઈ છે. બાળપણથી જ મોહનમાંથી મહાત્મા બનવાની વિરલ મંથનપ્રક્રિયાનો પ્રાદુર્ભાવ થાય છે અને તે સ્વરૂપ સ્થાયી સ્વભાવ બને છે. આ સમયગાળામાં જ તેમના યુવાનીના ખમીરની કસોટી થાય છે. આજના તરુણોMy Early Life An Illustrated Story M. K. Gandhi Arrenged and Edited by Mahadev Desai, annotated by Lalitha Zaekariah Publisher : Oxford University Press, New Delhi, 2012 Size 7.25×10 Pages 12+154 • ₨ 295

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

GenNext-માટે આ તત્ત્વનું વિશેષ મહત્ત્વ છે. શ્રદ્ધાના તત્ત્વનો પરિચય, તેના અનુશીલનની નિષ્ઠા અને સબૂરી સાથે સમર્પણનો ધર્મભાવ તે પાયાની કેળવણી છે. આ નાનકડા પુસ્તકની એક બીજી વિશેષતા પણ નોંધનીય છે. ગાંધીજીની આત્મકથામાંથી મહાદેવભાઈએ ધર્મ અને નીતિને લગતાં વિવરણોને સંપાદિત કરીને, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ માંથી કાયમી મૂલ્યનાં વર્ણનો સમાવિષ્ટ કર્યા છે. ગાંધીયુગથી અપરિચિત તરુણ વાચકોને આ લખાણોમાં નવજીવનના સંચાર રૂપે ૪૫ જ ેટલાં રે ખાચિત્રો પ્રસંગોને કલ્પનાની પાંખે ચડાવે છે. તે ઉપરાંત, જ ે તે સમયસંદર્ભને અનુરૂપ ક્વોટેશન્સ Collected works of Mahatma Gandhiમાંથી ચૂંટીને મૂકવામાં આવ્યાં છે. આવાં લખાણ અલગ ટાઇપ-ફે ઇસમાં મૂકીને વાચકને તે તારવવું સુગમ બનાવ્યું છે અને જિજ્ઞાસા થાય તો અન્ય સાહિત્ય માટે તે પ્રેરક પણ બને છે. લાર્જ ફોર્મેટ અને ભાવસભર રે ખાંકનો આ પુસ્તકમાં વિશેષ ધ્યાન ખેંચે છે. તરુણો આ પુસ્તકને હાથમાં લેવા આકર્ષાય તેવું તેનું મુખપૃષ્ઠ પરનું કાર્ટૂનચિત્ર, આ અતિ પરિચિત પુસ્તકને અનોખી ઓળખ આપે છે. વાસુદેવ વોરા Email: vasudevmvora@gmail.com

249


વિશ્વશાંતિના વકીલની જીવનગાથા : મોહનમાંથી મહાત્મા

ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ૧૯૭૫ની ૩૦મી જાન્યુઆરીએ,

ગાંધીનિર્વાણદિને આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ. શ્રીમન્નારાયણજીના આશીર્વચન અને આચાર્ય યશવંત શુકલની અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના સાંપડી. આર્નોલ્ડ ટોયન્બી જ ેવા ઇતિહાસકાર, ચિંતકે ‘વન વર્લ્ડ’માં આપેલી ભવ્યાંજલિનું ભાષાંતર આ પુસ્તકની શોભામાં વધારો કરે છે. રામનારાયણ વિશ્વનાથ પાઠક, ‘દ્વિરે ફ’ ‘શેષ’ ‘સ્વૈરવિહારી’ થી ઠીક ઠીક પરિચિત ગુજરાતી ભાવકને માટે આપણા સમયમાં રામનારાયણ નાગરદાસ પાઠક [ગંભીરસિંહ ગોહિલ લિખિત વિશેષ લેખ, ઑગસ્ટ ૨૦૧૬, પૃ. ૨૪૯]નું નામ અજાણ્યું હોય તેમાં આપણી સ્વાતંત્ર્યોત્તર ઉચ્ચશિક્ષણની મર્યાદાપૂર્ણ તરાહનો નોંધપાત્ર ફાળો છે. મોહનમાંથી મહાત્મા ગાંધીજીવનચરિત્રનો આ ગ્રંથ રામનારાયણ નાગરદાસ પાઠકનો છે એવું ટકોરાબંધ કહે વું પડે એટલું જરૂરી છે એમ આજની ક્ષણે સમજાય છે. ગાંધીજીના સમગ્ર જીવનદર્શનને એક ગ્રંથમાં સમાવવાનું કાર્ય પડકાર સમાન છે. પ્રારં ભનાં અઢાર વર્ષ, વિલાયતમાં અભ્યાસકાળ, દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહી તરીકેનો ઘડતરકાળ જ ેવા લગભગ સાડા ચાર દાયકાના કાળખંડને લેખકે ૯૭ જ ેટલાં પ્રકરણમાં આપવા સાથે કુ લ ૧૪૧ પ્રકરણો અને બે પરિશિષ્ટમાં આ પુસ્તક વિસ્તરે લું છે. રસાળશૈલીમાં, લોકભોગ્ય અભિવ્યક્તિમાં લખાયેલું અને ભવિષ્યના કોઈ પણ ચરિત્રકારને માટે માર્ગદર્શક નીવડે તેવું નોંધપાત્ર પુસ્તક છે. મોહનમાંથી મહાત્મા લેૹ રામનારાયણ ના. પાઠક પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1975માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું ત્રીજુ ં પુનર્મુદ્રણ વર્ષઃ 2013 પેપર બેક સાઇઝઃ 5.5"x8.5" ISBNૹ 978-81-7229-301-7 પાનાંૹ 18+354 • ૱ 150

250

માત્ર લખતાં, બોલતાં આવડે તેથી ગાંધીચરિત્રના વાહક ન થવાય એવી પાકી સમજ દરે કને હોવી જોઈએ. ગાંધીજીવનની વાત કહે વા-લખવાને વિશે પાત્રતાની વાત કરીએ તો ખેતી, પશુપાલન અને લેખનના કાર્યને જીવન સાથે જોડીને વ્યસ્ત રહે લા રામનારાયણ પાઠક અધિકૃ ત ચરિત્રકાર તરીકે સર્વથા સ્વીકૃ ત બને છે. મોહનમાંથી મહાત્મા તરફની ગતિ-પ્રગતિના આલેખનમાં ખર્ચાયેલા સત્તાણું પ્રકરણનો કથાપ્રવાહ અને સરળશૈલી ભાવકને સાદ્યંત જકડી રાખે છે. ગાંધીજીનું સ્વદેશાગમન અને જન્મભૂમિમાં ‘કબા ગાંધીથી સવાયો’નું માનપાન મળે છે. તેતાળીસ જ ેટલાં પ્રકરણમાં સ્વદેશ આગમનથી પૂર્ણાહુતિ સુધીની કથા છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે સત્યાગ્રહી તરીકેની ગાંધીજીની બહુવિધ સક્રિયતાને લેખકે લાઘવથી વ્યક્ત કરી છે. વિવાદાસ્પદ કે ચર્ચાસ્પદ ગણાયેલા પ્રસંગોની પ્રતીતિજન્ય અભિવ્યક્તિ લેખકનો વિશેષ છે. આ ચરિત્રકાર ગાંધીજીવનનો ગુણાનુવાદ કરે છે તે સ્વયંસ્પષ્ટ છે. વિશ્વશાંતિના વકીલની જીવનગાથાનો વાહક ભાવપૂર્ણ અભિવ્યક્તિ સાધે ત્યારે ‘માનવતાને કાજ ે પ્રાણપથારી’ જ ેવું શીર્ષક મળે છે. “ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં કહે લું કે, જો હરિજનોને હિં દુઓથી જુ દા ગણવામાં આવશે, તો હં ુ એની સામે મારા જાનના જોખમે લડીશ” યરવડા મંદિરના ગાંધીજીના ઉપવાસના પ્રસંગનું આ પ્રકરણ આ સંસ્કૃતિચિંતક ચરિત્રકારના હાથે આ રીતે સમાપન પામે છે; “બાપુના અનશનના એ અગ્નિહોત્રે હિં દુધર્મની શુદ્ધિ કરી..” અખિલ હિં દ હરિજન સેવક સંઘની સ્થાપના અને સાબરમતી આશ્રમ સંઘને અર્પણ કર્યાના દિવસથી તેની ઓળખ ‘હરિજન આશ્રમ’ બને છે તે વિગતો એકવીસમી સદીની વિભાજનમૂલક જડ માનસિકતા માટે અનેક અર્થમાં ઉપયોગી બને તેમ છે. [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


પૂરું કરવાની ઇચ્છા થાય એવી રસાળશૈલી અને સજ્જતા આ ગ્રંથનું જમા પાસું છે તો ગાંધીજી જીવનકાર્યની શુંખલાનું અભિવાદન ઇચ્છતા અભ્યાસુને લેખકના ભાવોદ્રેકમાં સામેલ થવામાં બૌદ્ધિક અભિગમ બાધક બનતો નથી. ભવિષ્યના કોઈ પણ ગાંધીજીવન ચરિત્રકારને માટે આલેખનની આધારભૂમિ પૂરી પાડતી શ્રદ્ધેય સામગ્રી તરીકે પણ આ પ્રકરણો નોંધપાત્ર રીતે મહત્તા ધરાવે છે. નવલકથાની નજીક બેસી શકે એવી રીતિથી પ્રકરણબદ્ધ થયેલું આ ‘ગાંધીચરિત્ર’ સર્વોપયોગી લોકભોગ્યતા ધરાવે છે. યોગેન્દ્ર પારે ખ

આ પુસ્તકમાં શૈલી કથાકારની છે. ચરિત્રકારની પ્રકૃ તિ ધર્માનુરાગી હોવાના કારણે સત્‌ચરિત્રના આલેખનની પરં પરાગત ઢબે આ ચરિત્ર લખાયું છે. શૈલી અને ભાષાની સરળતામાં પૂજ્યભાવનું સંમિશ્રણ શ્રદ્ધામૂલક અભિવ્યક્તિની પ્રાપ્તિ કરાવે છે. ગાંધીજીના જીવનક્રમની શુંખલા ચુકાતી નથી. ઐતિહાસિક તથ્યોની માવજત આધાર સાથે થઈ છે. આ ચરિત્ર શાસ્ત્રીય ઢબે લખાયું હોત તો તેની ભાષા અભિવ્યક્તિ જ આ ગ્રંથની મોટી મર્યાદા બની ગઈ હોત. અને એ પ્રકારના અન્ય ગ્રંથોમાં એકનો ઉમેરો થયો હોત. સાધારણ ભાવકને માટે એક બેઠકે

Emailૹ gandhinesamjo@gmail.com

મહાદેવભાઈનું જીવનચરિત્ર ઃ અગ્નિકું ડમાં ઊગેલું ગુલાબ

કોઈ

વ્યક્તિનું, રચાઈ રહે લા ઇતિહાસનો હિસ્સો બનવું અને સાથે સાથે તે ઇતિહાસને કાગળ પર ઉતારવો એ જવલ્લે જ બનતી ઘટના છે. પણ સ્વરાજની આપણી લડતના કાળમાં આવી જવલ્લે જ બનતી ઘટના લાંબા સમય સુધી આકાર પામતી રહી, સતત પચીસ વર્ષ સુધી! ઇતિહાસનો એ અભિન્ન હિસ્સો અને તેના લખનાર એટલે મહાદેવભાઈ દેસાઈ. ગાંધીજીના રહસ્યમય મંત્રી તરીકે ખ્યાતિ પામનારા મહાદેવભાઈના સમર્પણભાવથી જ ગાંધીજીનાં જીવનની અઢી દાયકાની વિગતો મહાદેવભાઈની ડાયરીનાં અનેક ખંડોમાં સચવાયેલી પડી છે. ગાંધીજીની મુલાકાતો, ચર્ચાઓ અને પત્રોની તેમણે કરે લી નોંધથી સમૃદ્ધ આ ડાયરીઓ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ લેૹ નારાયણ દેસાઈ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1922માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું પુનર્મુદ્રણ વર્ષઃ 2009 પાકું પૂઠુ,ં સાઇઝ 5.5"x8.5" ISBNૹ 978-81-8480-191-0 પાનાંૹ 60+756 • ૱ 400

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

ગાંધીસાહિત્યવિશ્વમાં વિશેષ સ્થાન ધરાવે છે. ગાંધીજી સાથે એકરાગ થનારા મહાદેવભાઈનું જીવન પણ એટલું જ રસપ્રદ રહ્યું છે, જ ેટલું ગાંધીજીનું. જો તેને વિસ્તારથી અને સાહિત્યિક કથાપ્રવાહમાં વાંચવું હોય તો ઉત્તમ ચરિત્રકાર તરીકે ખ્યાતિ પામેલા તેમના દીકરા નારાયણભાઈએ પિતા મહાદેવભાઈનું આલેખેલું જીવનચરિત્ર અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ વાંચવું રહ્યું. દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા બાદ અમદાવાદમાં આશ્રમની સ્થાપના પછી બે વર્ષમાં જ ગાંધીજી સાથે સતત એક વ્યક્તિની ઉપસ્થિતિ નોંધી શકાતી હોય તો તે મહાદેવભાઈની. ગાંધીજી પ્રત્યેના તેમના સમર્પણભાવના કારણે જ આ સંભવી શક્યું. તેમની આ ભાવના તેમના જ લખાણમાં : ‘હનુમાન જ ેવાને આદર્શ માની એની સ્વાર્પણસેવા પોતામાં ઉતારવી અને કેવળ સ્વામીભક્તિથી તરી જવું એ જ મારો પુરુષાર્થ છે’ મહાદેવભાઈનો આ અનુરાગ ગાંધીજી સાથેની પ્રથમ ભેટમાં જ પ્રગટે છે, જ ેમાં તેઓ પોતાના સાથી મિત્ર નરહરિ પરીખને જણાવે છે કે, ‘નરહરિ, મને તો આ પુરુષને ચરણે બેસી 251


જવાનું મન થાય છે.’ ગાંધીવિચારના અભ્યાસી ચી.ના. પટેલે પ્રસ્વાવનામાં આવી અનેક વિગતો નોંધી છે. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ લખવાની હામ નારાયણભાઈએ મહાદેવભાઈના જન્મશતાબ્દીના વર્ષે જવાબદારી તરીકે લીધી અને આ દીર્ઘ ચરિત્ર અવસર ટાણે પ્રકાશિત પણ થયું. દળદાર કહી શકાય તેવાં સવા આઠસો પાનાં અને તેથી અનિવાર્યપણે પણ પાકું પૂઠુ ં ધરાવે તેવું આ ચરિત્ર પાંચ વિભાગમાં વહેં ચાયેલું છે : સ્મૃતિ, પ્રસ્તુતિ, પ્રીતિ, દ્યુતિ અને આહુતિ. આ પાંચેય વિભાગમાંથી જ ેમ જ ેમ પસાર થઈએ તેમ તેમ મહાદેવભાઈના જીવનનાં પાનાં ઉઘડે છે. શરૂઆતના પ્રકરણ સ્મૃતિથી જ પુસ્તક પકડ જમાવે છે, જ ેમાં આગાખાન મહે લમાં મહાદેવભાઈના અવસાનના પ્રસંગને લેખકે ખૂબ જ સંવેદનાથી મૂક્યો છે. પ્રસ્તુતિમાં મહાદેવભાઈનાં બાળપણ, શાળાજીવન, મહાવિદ્યાલયમાં બી.એ. અને વકીલાતના અભ્યાસનો સમયગાળો આવરી લેવાયા છે. અહીંયાં તેમણે શરૂઆતની નોકરી ઑરિએન્ટલ ટ્રાન્સ્લેટરની ઓફીસમાં કરી હતી, તેની વિગત જાણવા મળે છે. આ જ નોકરીમાં તેમનો અનુવાદનો મહાવરો ઘડાતો ગયો. વકીલાતના અભ્યાસ દરમિયાન આજીવન મિત્ર મળ્યા તે નરહરિ પરીખ. તેમની સાથેની મિત્રતાનો ઉલ્લેખ આગળના પ્રકરણમાં સમયાંતરે આવતો રહે છે. પુસ્તકના હાર્દ સમા પ્રીતિ અને દ્યુતિ વિભાગ છે, જ ેમાં ગાંધીજી સાથે મહાદેવભાઈનો વિસ્તૃત પરિચયનો ઉલ્લેખ ‘તારામૈત્રક’ નામના પ્રકરણમાં થયો છે. આ મુલાકાત થઈ તેમાં ગાંધીજીએ સ્થાપેલા સત્યાગ્રહ આશ્રમ-કોચરબની નિયમાવલી સમજાવતી એક પત્રિકા બહાર પાડી તે હતી. ગાંધીજીએ આશ્રમના આ નિયમો અંગે જાહે ર ટીકા-અભિપ્રાય માટે તેની કેટલીક નકલો ગુજરાત ક્લબમાં મોકલી આપી હતી. તે નકલો મહાદેવભાઈ અને નરહરિભાઈના હાથમાં આવતાં

તેમણે ટિપ્પણી લખીને આશ્રમમાં ગાંધીજીને પત્ર પાઠવ્યો. જવાબ ન આવ્યો, પણ આ અરસામાં થયેલી જાહે રસભામાં ગાંધીજી સાથે મુલાકાત થાય છે અને પત્રના ઉલ્લેખની વાત એટલી લાંબી ખેંચાય છે કે પ્રેમાભાઈ હોલથી છેક આશ્રમ સુધીનો માર્ગ તો કપાય જ છે, પણ આશ્રમ જઈને પણ મહાદેવ-નરહરિના પત્ર વિશે ગાંધીજી દોઢ કલાક સુધી વિવેચન કરે છે. આ પ્રથમ મુલાકાત પછી મહાદેવભાઈ એકથી વધુ વાર આશ્રમમાં આવી ચૂક્યા હતા. પણ એક દિવસ જ્યારે સત્યાગ્રહનું સ્વરૂપ સમજાવતી એક નાની પત્રિકાનો અંગ્રેજી અનુવાદ કરવાનો થયો, ત્યારે એકાએક આશ્રમ આવી ચડેલાં મહાદેવભાઈએ તે અનુવાદ કરી આપ્યો. આ અનુવાદને સુધારવાને લઈને બંને વચ્ચે સારી એવી ચર્ચા થઈ અને ગાંધીજીએ મહાદેવભાઈને આ દરમિયાન પારખી લીધા અને પોતાની સાથે લેવાનું ઠરાવ્યું. ગાંધીજીએ મહાદેવભાઈને સાથી તરીકે પસંદ કર્યા ત્યાર બાદ તો ગાંધીજીની જ ેમ જ મહાદેવભાઈનું પણ કામ અવિરત ચાલતું રહ્યું. તેના વિસ્તૃત ઉલ્લેખો આ પુસ્તકના પાને પાને વાચકને મળે છે. આશ્રમજીવન, અમદાવાદ મિલમજૂ ર સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહમાં મહાદેવભાઈની સામેલગીરી, તેમાં તેમની ભૂમિકા, અન્ય રાજકીય આગેવાનો અને આશ્રમવાસીઓ સાથેના મહાદેવભાઈના સંબંધ અને સંવાદ વગેરે કથાપ્રવાહમાં એ રીતે આગળ વધે છે જાણે તે કાળનો એક ઇતિહાસ પણ આપણને મળી રહે છે. આ ઘટનાઓના કારણે ને તેની સમાંતરે ગાંધી-મહાદેવની પણ એકબીજા સાથેની તાદાત્મ્ય ઘટનાઓ આકાર પામતી રહે છે. પુસ્તકમાં વાચક મહાદેવભાઈનાં અન્ય પાસાંઓથી પણ પરિચિત થાય છે, સાહિત્યના ઉપાસક, કુ શળ પત્રકાર, વિવિધ ભાષાના જ્ઞાની હોવા છતાં ગાંધીજીને સમર્પિત કેવું જીવન જીવી જાય છે તેની છબિ આંખો સમક્ષ અખંડપણે ઊભરી રહે છે. કિરણ કાપુરે

મહાદેવ દેસાઈ લિખિત અન્ય મહ�વનું જીવનચરિત્ર

ગાંધીજીનું જીવનચરિત્રૹ મારું જીવન એ જ મારી વાણી (ભાગ ૧થી ૪) ૱ 1500 252

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


જનરેશન ગેપને સમજવા ખપમાં આવે તેવું પુસ્તક: ગાંધીજીનું ખોવાયેલું ધન : હરિલાલ ગાંધી

ગાંધીજીનાં

લખાણો મોટે ભાગે પત્રો રૂપે. સમગ્ર જીવનના આ ગંજાવર પત્રખજાનાની સામે તેમના પુત્ર હરિલાલ કે તેમની સાથે સંકળાયેલા અન્ય પરિવારજનોના પત્રો સ્વાભાવિક જ ઓછા હોય પણ વિશ્વમાં કોઈ પણ પિતાએ પુત્રને લખેલા પત્રોની રીતે જોતાં આ આંકડો અને તેમાંના મનોભાવો વિશેષ મહત્ત્વના બની રહે છે. કિશોરાવસ્થાનાં વર્ષો દરમિયાન દક્ષિણ આફ્રિકામાં પિતા સાથે ખભેખભા મિલાવીને કામ કરી ‘છોટે ગાંધી’નું બિરુદ પામનાર હરિલાલ ભારત પરત ફર્યા પછી પૂર્ણપણે બાપુના અંતેવાસી કેમ નથી બની શકતા તેનું વર્ષ વાર વર્ણન હરિલાલ ગાંધીનાં દોહિત્રી નીલમબહે ન પરીખે લખેલા આ પુસ્તકમાંથી મળે છે. ગાંધીજીના પારિવારિક જીવનને અને પરિવારજનો પ્રત્યેની તેમની નિસબત તથા સંબંધોને સમજવા આ પુસ્તક ઘણું કામનું છે. આશરે અઢીસો પાનાંમાં પથરાયેલા આ પુસ્તકમાં પત્રોના ભાગે પચાસેક પાનાં આવ્યાં છે. સાત બ્લૅક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સ અને ગાંધીજીના ગુજરાતી હસ્તાક્ષરમાં હરિલાલને લખેલા પત્રની બે પ્લેટ પુસ્તકનું સૌથી મોટુ ં જમા પાસું છે. હરિલાલને બાળપણથી લઈને મૃત્યુ પર્યંત પિતા સાથે ગાંધીજીનું ખોવાયેલું ધનૹ હરિલાલ ગાંધી લે.ૹ નીલમ પરીખ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1998માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું પુનઃમુદ્રણ વર્ષઃ 2007 પેપર બૅક સાઇઝૹ 4.75" × 7.5" પાનાંૹ 16+244 • ૱ 100

સર્જાયેલા સંઘર્ષનું બયાન પુસ્તકના પાને પાને મળે છે. બૅરિસ્ટર મોહનદાસ દક્ષિણ આફ્રિકા ન પહોંચ્યા હોત તો આપણને ‘મહાત્મા’ની પ્રાપ્તિ ન થાત એવું ગાંધીસાહિત્યનો ઉપરછલ્લો અભ્યાસ કરનાર પણ કહી શકે, પણ પુત્ર હરિલાલના પિતા મોહનદાસ સાથેના સંઘર્ષનાં બીજ પણ આ વિદેશપ્રવાસને કારણે જ વવાયાં તે મહાત્મા બન્યાની આ અજાણ સફરનું જ એક પરિણામ બની રહે છે, તેની સાહે દી આ પુસ્તક પૂરે છે. હરિલાલનું એકલવાયું બાળપણ, બાળપણમાં જ પરદેશગમનને કારણે પિતાનો વિયોગ, સંયુક્ત કુ ટુબ ં માં ઉછેરને કારણે ઉપેક્ષિત બાળપણ, વડીલોનાં માર્ગદર્શન વિનાના ભણતરનાં વર્ષો, યુવાન વયે લગ્ન, વિલાયતમાં અભ્યાસ માટે સગા પુત્રને બદલે ભત્રીજાની પસંદગી કરનાર પિતાને ‘વહાલાં-દવલાં’ની રૂએ જોતો થયેલો પુત્ર, એ સંઘર્ષમાંથી જન્મેલો ગૃહત્યાગ… તમામ મુદ્દા આજ ે એક સદી ઉપરાંતનો સમય વીતી ગયા પછી પણ જ ેમના તેમ પ્રસ્તુત લાગે છે. દક્ષિણ આફ્રિકાથી વહે લા અને વેળાસર આવી ગયેલા હરિલાલને પરદેશની ધરતી પર જ ે દિશાસૂચન કે માર્ગદર્શન મળ્યાં તે સ્વદેશની ધરતી પર પ્રારં ભિક વર્ષોમાં બાપુ પાસેથી ન મળ્યાં. આ ખોટે પિતા-પુત્ર વચ્ચે મોટી ખાઈ સર્જી જ ે ઉત્તરોત્તર વધતી જ ચાલી અને હરિલાલના પક્ષે તો મૃત્યુ પર્યંત એ જ ેમની તેમ જ રહી. પિતા ઉપરાંત પોતાનાં ત્રણ સંતાનો પરત્વેનાં હરિલાલનાં વલણો પણ આ પુસ્તકમાં બખૂબી ઝિલાયાં છે. બિનીત મોદી E-mail : binitmodi@gmail.com

અન્ય કે ટલાંક જીવનચરિત્રો

હિં દના સરદાર રાવજીભાઈ પટેલ શ્રેયાર્થીની સાધના (કિશોરલાલ મશરૂવાળાનું જીવનચરિત્ર) નરહરિ પરીખ

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

૱ 100 ૱ 200

ઍબ્રહામ લિંકન મણિભાઈ ભ.દેસાઈ ખાદીભક્ત ચુનીભાઈ જુ ગતરામ દવે

૱ 350 ૱ 50

253


અસામાન્ય દંપતી સાથેના સહવાસની કથા : બા બાપુની શીળી છાયામાં

‘અંગ્રેજી સાહિત્યમાં જ ેટલું ડાયરી સાહિત્ય છે તેટલું

આપણે ત્યાં નથી. સૈનિકો, સાહસિકો, રાજપુરુષો, કળાકારો વગેરેએ તેમની ડાયરીને આધારે मॅमोइर्स લખીને અંગ્રેજી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આપણે ત્યાં જો આ જાતનું સાહિત્ય વિપુલ હોત તો આપણી ઇતિહાસની દૃષ્ટિમાં થોડો ફે ર પડ્યો હોત એમ હં ુ માનું છુ .ં કારણ કે આ સાહિત્ય કેટલીક ખાનગી રાખવામાં આવેલી મહત્ત્વની હકીકતો બહાર લાવે છે અને તત્કાલીન જીવનનાં વિધવિધ પાસાંઓ પર પ્રકાશ ફેં કે છે. ‘ગુજરાતી ભાષામાં આ પ્રકારનું સાહિત્ય થોડુ ં છે. ગુજરાતી સાહિત્યનો વિચાર કરતાં સહે જ ે નરસિંહરાવ દિવેટિયાની ડાયરીનો ઉલ્લેખ થાય. પરં તુ ગુજરાતી તેમ જ જગત ડાયરી સાહિત્યમાં સુંદર ફાળો આપ્યો હોય તો તે મહાદેવભાઈની ડાયરીએ. મહાદેવભાઈની ડાયરીએ સાહિત્યની દૃષ્ટિએ તો સુંદર છે જ પરં તુ તેથી વિશેષ તે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની તેમ જ બાપુનાં જીવનદર્શનની દૃષ્ટિએ મહત્ત્વની છે. મહાદેવભાઈની પ્રણાલિકા મનુબહે ને જાળવી રાખી તે આપણું સદ્ભાગ્ય છે.’ મોરારજીભાઈ દેસાઈએ ‘દિલ્હીમાં ગાંધીજી[ભાગ પહે લો]’ની પ્રસ્તાવનામાં સને ૧૯૬૪માં આમ લખેલું. આ પુસ્તકના બીજા ભાગમાં, વળી, એમની દીર્ઘ પ્રસ્તાવના છે અને તેમાં મોરારજીભાઈ લખે છેૹ ‘આખી ડાયરીમાં એક ફિલ્મની જ ેમ એક પછી એક દૃશ્ય આપણી સમક્ષ આવે છે. એક અત્યન્ત વિશાળ બા બાપુની શીળી છાયામાં લેૹ મનુબહે ન ગાંધી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 1952 પેપરબૅક સાઇઝૹ 4.5 "×7" પાનાંૹ 8+240 • ૱ 320 (પ્રિન્ટ ઑન ડિમાન્ડથી પ્રાપ્ય)

254

ફલક ઉપર એક વિરાટ માનવનો હાથ ફરી રહે લો આપણે જોઈએ છીએ. પ્રચંડ વાવાઝોડામાં એક વામન દેહ દૃઢતાથી સંચરે છે. એ બધાની મધ્યમાં એ છે છતાં એને કશું સ્પર્શતું નથી, બધાથી એ પરછે, અલિપ્ત છે. ગીતા ધર્મને આત્મસાત્‌કરીને અનાસક્ત બનેલા એક સ્થિતપ્રજ્ઞની કથા આપણે વાંચીએ છીએ, અનુભવીએ છીએ.’ ૧૫-૧૬ વર્ષની નાની વયે બાપુની સેવા કરતાં અધરાત-મધરાત જ્યારે સમય મળ્યો ત્યારે બાપુનાં કાર્યો, ભાષણો અને મનોમંથનોને વિસ્તારથી ટપકાવીને મનુબહે ને માનવજાતની બહુ મોટી સેવા કરી છે. વળી, આ ડાયરી બાપુએ વાંચેલી અને એમાં પોતે સહી કરે લી તેથી એના શબ્દેશબ્દની સચ્ચાઈ વિશે તેમણે મહોર મારી છે. મનુબહે નનો આપણે જ ેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે.’ સન ૧૯૪૨થી ૧૯૪૫ના ગાળાની નોંધવિગતો આ પુસ્તકમાં છે. તે વેળા મનુબહે નને બા-બાપુજી સાથે રહે વાનું થયું, ત્યારે એમને જ ે કેળવણી મળી તેનું ચિત્ર બા બાપુની શીળી છાયામાં રજૂ થયું છે. રસપ્રદ અને એકબીજા સંગાથે રસપૂર્વક સંકળાયેલાં કુ લ ૪૩ પ્રકરણો અને ૨૪૮ પાનાંમાં પથરાયેલું આ પુસ્તક વાચકને સતત જકડી રાખે છે. સાદી, સરળ ગુજરાતી તેમ જ ટૂ કં ાં વાક્યો તે આ પુસ્તકની વિરાસત છે. પહે લું પ્રકરણ ‘શીળી છાયામાં’ રજૂ થયું છે. મનુબહે ન કેવી ભૂમિકા વચ્ચે બા બાપુ પાસે જઈ પહોંચે છે, તેની રોચક વાત અહીં છે. સેવાગ્રામમાં બાપુ જોડે મનુબહે ન પહોંચ્યાં અને બાપુએ કસ્તૂરબાને હવાલો સોંપતા જ કહી દીધુંૹ ‘લે, તારા માટે એક દીકરીને લાવ્યો છુ .ં હવે એને બરાબર સાણસામાં રાખજ ે કે છટકી ન શકે.’ તાકડે મનુબહે નની નોંધ કહે છેૹ આ પુસ્તકમાંથી પસાર થતી વેળા વાચકને એક વાતનું સતત અચરજ રહે છેૹ વાત છો એક મહાત્માની હોય, એક તપસ્વી સતીની હોય, પણ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


તે વાંચતાં તો રોમાંચક થઈ જવાય છે. બીજી પણ એક અગત્યની વાત પકડાયા વગર રહે તી નથીૹ કસ્તૂરબાની ‘સિક્સ્થ સેન્સ’; અને કેટલાક દાખલામાં બાપુની સામે કસ્તૂરબાને જ ે સમજાય છે, દેખાય છે તે વિશેષપણે વાસ્તવમાં જોવાઅનુભવવા મળે છે! કસ્તૂરબાના અવસાનનું પ્રકરણ ઘણું કહી જાય છે. બા બાપુની શીળી છાયામાં મનુબહે નનું જ ે ઘડતર થયું છે તેનો, ભલા, જોટો ક્યાં પણ જડે? કદાચ નહીં!… આમ, આ એક બહુ અગત્યનું પુસ્તક. કદાચ અનેક રીતે ઐતિહાસિક પણ.

આ ચોપડીને પાને પાને કુ ટુબ ં વત્સલ, સંસ્કારપ્રિય, સદાચારી, સૌજન્યશીલ, પરગજુ માણસનાં ચિત્ર ઊપસી આવે છે. બીજાં માટેનાં અનુકંપા, સમજણ, સૌહાર્દ તેમ જ સતત સર્વસમાવેશક જીવનનો પાસ આ બે માણસમાં દેખા દે છે. આ સંપૂર્ણપણે અસામાન્ય દંપતી કેવાં આસાન, સરળ, માણસભૂખ્યાં ને વળી સ્વાશ્રયી છે તેની પરખ મળે છે. આગાખાન મહે લમાં એમને સારુ યરવડા જ ેલમાંથી કેદીઓ લવાતા. તે દરે ક માટે બાને જ ે ભાવ રહે તો, જ ે અનુકંપા રહે તી તે તો સમૂળગી કલ્પાનિત છે. વળી, સરોજિની નાયડુ, મીરાંબહે ન, કિશોરલાલ મશરૂવાળા, સુશીલાબહે ન નય્યર, પ્યારે લાલ, ગિલ્ડર, જ ેવાં અનેક મુઠ્ઠી ઊંચેરા આગેવાનો કંઈ કેટકેટલી માણસાઈથી ભરે લાં હતાં

વિપુલ કલ્યાણી હૅ રો, યુ.કે. Emailૹ vipoolkalyani.opinion@btinternet.com 

વ્યક્તિત્વવિકાસ અને સાંસ્કૃતિક સૌહાર્દ તરફ દોરી જતું પુસ્તક : પ્રાસંગિક પ્રતિસાદ

જન્મે

મહારાષ્ટ્રીયન પણ કર્મે સવાયા ગુજરાતી કાકાસાહે બ કાલેલકરે ફે બ્રુઆરી ૧૯૬૮થી ડિસેમ્બર ૧૯૬૮ (૨૨૭ દિવસ) સુધી લખેલી ચિંતન-કણિકાઓ પ્રાસંગિક પ્રતિસાદ નામે પ્રસિદ્ધ થઈ છે. જ ેમ અંગ્રેજી શબ્દ ‘ડે’–Day ઉપરથી ડાયરી શબ્દ ઊતરી આવ્યો એમ કાકાસાહે બે ‘વાસર’—દિવસ પરથી ‘વાસરી’ શબ્દ રચ્યો છે. આ જુ દી જ તરાહની, આશરે ૨૪૦ પાનાંની વાસરી વાચકને કા.કા.ની ગુજરાતી ભાષાસમૃદ્ધિ અને એમના જ ે તે વિષય પરત્વે આગવા અભિગમનો ખ્યાલ આપે છે. અધધ વિષય વૈવિધ્ય પ્રાસંગિક પ્રતિસાદ લેૹ કાકાસાહે બ કાલેલકર પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પેપરબૅક સાઇઝૹ 5.5" x 8.5" ISBNૹ 978-81-7229-638-4 પાનાંૹ 14 + 226 • ૱ 200

ધરાવતી આ અનોખી ડાયરીમાં ક્યાંક ભુલકણાપણું ટાળવાનો સચોટ ઇલાજ છે તો નાનપણની અને મોટપણની સ્મૃતિનો ફરક પણ દેખાડ્યો છે. ‘વિકાસનો ક્રમ’ જ ેવા વિષયથી શરૂ કરી આ પુસ્તક વાચકને કોઈ જુ દી જ દુનિયામાં સફરનાં મંડાણ કરાવે છે. એ સમયે દેશમાં પ્રવર્તતા જાતિભેદ, લિંગભેદ, વંશભેદ જ ેવાં સામાજિક દૂષણો માટેની કા.કા.ની ચિંતા વાચકને પણ અનુભવાય છે. સમાજને મુખ્યત્વે સ્પર્શતા સંવેદનશીલ મુદ્દાઓ અને સંસ્કૃતિ-વિકાસને પોતાના આંતરિક વિકાસ સાથે સાંકળીને તાલ મેળવવાનું પાયાનું શિક્ષણ આ પુસ્તકમાંથી મળી રહે વાનું એમાં બેમત નથી. ‘પરિશિષ્ટ’માં બાહ્ય સૌંદર્યની સાથોસાથ આંતરિક સૌંદર્ય અને વિકાસને મહત્ત્વ આપ્યું છે તો ઇતિહાસને પણ નજરઅંદાજ નથી કરાયો. પિરિશિષ્ટમાં સમાવાયેલી ‘સ્વાક્ષરી’ (Autograph) પણ વાંચવી ગમે એવી છે. શિલ્પા ભટ્ટ-દેસાઈ

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

Email : 23shilpaabhatt@gmail.com

255


ગાંધીજીના અંતિમ દિવસોની વ્યથા અને વ્યસ્તતા આલેખતું બેનમૂન પુસ્તક ઃ દિલ્હીમાં ગાંધીજી (ભાગ–૧, ૨)

‘આ

યજ્ઞમાં તું એકલી જ મારી ભાગીદાર છે. મેં કોઈનેય નથી આપી તેવી કેળવણી તારી મા થઈને તને આપી છે. તે ખાતર જ હં ુ જન્મ્યો છુ .ં આખરે તું હોમાઈ અને હે મખેમ બહાર નીકળી. તારામાં મેં જ ે જોયું તે બીજી છોકરીઓમાં નથી જોયું. એટલે તને એક વાત કરવા માંગું છુ .ં જોકે ઘણી વાર તને કહી તો છે જ. તારી મા થયો તે ત્યારે જ પુરવાર થશે, જો હં ુ રોગથી મરું, અરે એક ફોડકીથીયે મરું, તો તું દુનિયાને પોકારી પોકારીને કહે જ ે કે આ દંભી મહાત્મા હતો. તો જ હં ુ જ્યાં હોઈશ ત્યાં મારા આત્માને શાંતિ થશે. ભલે મારા ખાતર લોકો કદાચ તને ગાળો દે, મારી નાખે પણ રોગથી મરું તો દંભી મહાત્મા જ ઠેરવજ ે… કદાચ કોઈ મને ગોળીથી મારે અને તે સામી છાતીએ ઝીલું છતાં મોઢામાંથી સિસકારો ન નીકળતાં રામજીનું રટણ ચાલતું હોય તો જ કહે જ ે કે સાચો મહાત્મા હતો.’ ‘મનુડી’ને ગાંધીજીની છેલ્લી સૂચના. દિવસ હતો ગુરુવાર; જાન્યુઆરી ૨૯, ૧૯૪૮. દિલ્હીમાં ગાંધીજી પહે લવહે લું નવજીવન ટ્રસ્ટે ૧૯૬૪માં બહાર પાડ્યું. તેનું પુનર્મુદ્રણ એપ્રિલ, ૨૦૧૩માં થયું છે. પ્રકાશન બે ભાગમાં છે. પહે લો ભાગ ૯ સપ્ટેમ્બરથી ૩૦ નવેમ્બર, ૧૯૪૭ના ૮૩ દિવસોને આવરી લે છે. પ્રસ્તાવના સમેત પ્રકાશનનાં કુ લ ૪૦૫ પાનાં છે. બીજો ભાગ ૧ ડિસેમ્બર, દિલ્હીમાં ગાંધીજી ભાગ-1, 2 લેૹ મનુબહે ન ગાંધી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1964માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું પુનર્મુદ્રણ ૹ 2013 પેપર બેક સાઇઝ 5.5"x 8.5" ISBNૹ 978-81-7229-464-9 બંને ભાગના પાનાંૹ 890 ૱ 500

256

૧૯૪૭થી ૫ માર્ચ, ૧૯૪૮ સુધીના દિવસો સમાવે છે. આ ભાગમાં પ્રસ્તાવના અને મનુબહે ન ગાંધીના ‘નિવેદન’ સાથે કુ લ ૪૮૫ પાનાં છે. બંને ભાગ ૮૯૦ પાનાંમાં આવરી લેવાયા છે. સમગ્ર પ્રકાશનની કિંમત રૂ. પાંચસો છે, પણ તેમાં જ ે જણાવવામાં આવ્યું છે તેની ગણતરી આના-પાઈમાં થઈ શકે નહીં. બે ભાગમાં વહેં ચાયેલા આ પ્રકાશનમાં મહાત્માજી કેન્દ્રસ્થાને છે. તેમાં તેમના જીવનના છેલ્લા મહિનાઓની દિવસ વાર દિનચર્યા જોવા મળે છે. મહાત્માજીના દિલ્હીમાંના બિરલાહાઉસના નિવાસસ્થાનથી પ્રત્યેક દિવસની પ્રત્યેક ક્ષણનું બયાન ‘કોશિયો’ સમજ ે તેવી સરળ અને છતાં પીઢ ભાષામાં અપાયેલું છે. લખાણ વાંચનારને લાગે, ૧૯-૨૦ વર્ષની અને એવી કોઈ શૈક્ષણિક કે અન્યથા તાલીમ વિનાની આ ‘છોકરી’ આવી રોજનીશી કેવી રીતે લખી શકી હશે? રાધાકૃ ષ્ણને ક્યાંક કહ્યું છે, અત્યંત વ્યસ્ત રહે તા ગાંધીજી સમયપાલન—નિયમિતતા માટે એટલા જ આગ્રહી હતા. અને માટે, તેમની સાથે રહે નારાઓ માટે આ એટલું સરળ ન હતું. ગાંધીજી સાથે રહે વું એટલે ખાંડાની ધાર પર ચાલવું. ભલે રાત્રે બે-અઢી વાગ્યે સૂવા પામ્યા હોય કે નહીં પણ સવારની પ્રાર્થના સાડા ત્રણ વાગ્યે જ થતી. એ દરમિયાનની ગાંધીજીની દિનચર્યાની સઘળી વિગતો મનુબહે નની નોંધમાં જોવા મળે છે. મહાત્માજીના જીવનના અંતિમ મહિનાઓનું વિગતે બયાન મનુબહે ને આપ્યું છે, સમાજની—દેશની તાવણીના દિવસોની વિગતો તેમણે આપી છે. સમયગાળો પણ અસાધારણ હતો. દિલ્હી ભડકે બળતું હતું, હત્યાઓ થતી હતી, શહે ર આખું લશ્કરને હવાલે કરવામાં આવ્યું હતું, પરમિટ વિના નીકળેલાઓને ઠાર મારવાના હુકમો નીકળી ચૂક્યા હતા, દૈનિક જીવનની ચીજવસ્તુઓ અદૃશ્ય થઈ ગઈ હતી, ક્યાંય સલામતી ન હતી, હજારો નિર્વાસિતોથી દિલ્હીની છાવણીઓ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


મહિનાઓ દરમિયાનની તેમની મનોવ્યથાને આપણે જાણી શકીએ છીએ. દિવસના સખત પરિશ્રમ વચ્ચે વિસ્તૃત નોંધ લખવી કપરું છે. તેમણે કરે લી નોંધોમાં તેમની ગાંધીજી પરત્વેની ભક્તિ, નિષ્ઠા અને સચ્ચાઈનાં દર્શન થાય છે. જ્યાં, લખાણને કારણે કોઈક વિશે વિવાદ ઊભો થઈ શકે એમ જણાય ત્યાં ઘણી વ્યક્તિઓનો નામોલ્લેખ પણ કર્યો નથી. ‘ડાયરી’ શબ્દ, સ્વયં સ્વતંત્ર લખાણ માંગી લે છે. આજ ે આપણે એ સમયથી માનસિક રીતે ઘણા દૂર જતા રહ્યા છીએ. મનુબહે ન, આપણને એ સમય પાસે લઈ જાય છે. મનુબહે નની ડાયરીમાંથી ગાંધીજીના જીવનની અંતિમ ક્ષણો.... ૩૦ –૧–૧૯૪૮, શુક્રવાર ગાંધીજીએ તેમનું ‘છેલ્લું વસિયતનામું’ પૂરું કર્યું. સાંજની પ્રાર્થનાનો સમય થઈ ગયો હતો. તેઓ સરદાર પટેલ સાથે ગંભીર વાતમાં રોકાયા હતા. કાઠિયાવાડથી બે ભાઈઓ (રસિકલાલ પરીખ અને ઢેબરભાઈ) મળવા આવ્યા હતા. ગાંધીજીએ કહ્યુંૹ ‘જીવતો હોઈશ તો પાછા વળતી વખતે મળીશ.’ અને, પ્રાર્થનાસભામાં જતાં દસ મિનિટ મોડા પડે છે. કોઈ તેમની ચરણરજ લે તે તેમને ગમતું નથી. એવામાં એક ભાઈ, મનુબહે નને ધક્કો મારીને આગળ વધે છે. મનુબહે ન લખે છેૹ ‘… એક પછી એક ત્રણ ગોળીઓ છૂટી. અંધારું, ધુમાડો અને આ ગગનભેદી અવાજ છતાં બાપુજી સામે પગલે જ અને સામી છાતીએ જ જતા હતા.’ છેલ્લા શબ્દો હતાૹ ‘હે રા…મ હે રા…મ.’ સાંજ, ૫-૧૭

ઊભરાતી હતી, ભયાનક ઠંડીમાં આ બેઘર બનેલાઓ માટે કોઈ સુવિધા ન હતી, કેટલીયે સ્ત્રીઓને ઉઠાવી જવામાં આવી હતી. અને તેમના પર અત્યાચારો ચાલતા હતા, અનાથ બાળકો તો ઠેર ઠેર જોવા મળતાં હતાં, તેમાં માબાપ ગુમાવેલી બે મહિનાની બાળકી પણ હતી. લોકો શરીર અને મનથી તૂટી ગયા હતા, તબીબી સેવા થકી સૌને પહોંચી વળવું અશક્ય હતું, પરિવારો વેરવિખેર થઈ ગયા હતા, જ ેમની પાસે ભાગી છૂટવાની ત્રેવડ હતી તે પાકિસ્તાનથી ભાગીને આવ્યા હતા, હજારો લોકો પાસે તેમના જીવન સિવાય કશું જ ન હતું. ડિસેમ્બર મહિનાની દિલ્હીની કડકડતી ઠંડીમાં પણ ગાંધીજી સવારે ઠંડા પાણીથી નહાતા હતા! ગાંધીજીનો દૈનિક ક્રમ એવો ગોઠવાયેલો હતો કે તેમને હજામત કરવા માટે પણ સમય રહે તો નહીં. મોટા ભાગે, મનુબહે ન જ હજામત કરી આપતાં. ક્યારે ક એવું પણ બનતું, મનુબહે ન એક હાથે હજામત કરતાં જાય તો બીજા હાથથી ગાંધીજી જ ે કંઈ લખાવે તે લખતાં પણ જાય. ગાંધીજીની સેવા તો કરે પણ તેમની મુલાકાતે આવેલા પણ કશુંય લીધા વિના પાછા ન જાય. મનુબહે ન આખા દિવસની નોંધ વિગતે ટપકાવતાં. પ્રાર્થના સમયે આપેલું ભાષણ શબ્દશ: લખી લેતાં. રાત્રે સૂતા પહે લાં ગાંધીજી એ સઘળું જોઈ જતા અને તેમની સંમતિસૂચક સહી કરતા. મોરારજીએ તેમની પ્રસ્તાવનામાં સાચું જ કહ્યું છે—રોજનીશી લખવી સરળ નથી. તેમાં પણ આવા ઉદ્વેગભર્યા, બેચેન બનાવનારા વાતાવરણમાં શક્ય એટલા પ્રમાણમાં લાગણી પર કાબૂ રાખી, જ ે કંઈ બની રહ્યું હોય નોંધ કરતાં જવું એ કાર્ય મનુબહે ન કેમ કરી શક્યાં હશે અને તે પણ ૧૯-૨૦ વર્ષ જ ેટલી ઉંમરે ? મનુબહે ને આ ‘ડાયરી’ઓ કરી તો મહાત્માના જીવનના અંતિમ

સિદ્ધાર્થ ન. ભટ્ટ પાલડી, અમદાવાદ 

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

257


મો. ક. ગાંધીનું સૌપ્રથમ છતાં છેવટના વિચારો દર્શાવતું પુસ્તક : હિં દ સ્વરાજ્ય

હિં દ

સ્વરાજ્ય એ મોહનદાસ કરમચંદ ગાંધીનું સૌપ્રથમ અને એ રીતે ખરે ખર અદ્વિતીય પુસ્તક છે. ચાળીસ વર્ષના ગાંધીના માનસમાં મધદરિયે વિચારોનું એવું તો હાથીપૂર ઊમટ્યું હતું કે તેમણે જમણા અને ડાબા એમ બંને હાથનો ઉપયોગ કરીને કલમને મશાલની જ ેમ સતત જલતી રાખી હતી. હિં દ સ્વરાજ્યની પ્રસ્તાવનાના પ્રારં ભે જ (ઈ.સ. ૧૯૦૯) ગાંધી એ સ્પષ્ટતા કરે છે, ‘જ્યારે મારાથી નથી રહે વાયું ત્યારે જ મેં લખ્યું છે. જ ે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો.’ પોતાના સપનાના સ્વરાજ્ય વિશેના વિચારો વ્યક્ત કરતાં આ પુસ્તક વિશે મો. ક. ગાંધીએ યંગ ઇન્ડિયા (૧૯૨૧)માં લખ્યું હતું કે ‘મારા અભિપ્રાય પ્રમાણે આ ચોપડી એવી છે કે જ ે બાળકના હાથમાં પણ મૂકી શકાય. તે દ્વેષધર્મની જગાએ પ્રેમધર્મ શીખવે છે, હિં સાને સ્થાને આપભોગને મૂકે છે, પશુબળની સામે ટક્કર ઝીલવા આત્મબળને ખડુ ં કરે છે. તેની અનેક આવૃત્તિઓ થઈ છે, અને જ ેમને તે વાંચવાની દરકાર હોય તેમને તે ખસૂસ વાંચવાની હં ુ ભલામણ કરું છુ ’ં આમ કહે નાર મો. ક. ગાંધીએ મૂળે આ હિં દ સ્વરાજ્ય લેૹ મોહનદાસ કરમચંદ ગાંધી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 2009માં પ્રકાશિત શતાબ્દી આવૃત્તિનું નવસંસ્કરણ, વર્ષ 2016 પાકું પૂઠુૹં 8.5 "× 11" ISBNૹ 978-81-7229-400-5 પાનાંૹ xl + 312 • ૱ 2000

પુસ્તક તો હિં સાવાદી વર્ગ અને વિચારધારાને જવાબરૂપે લખ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’માં શ્રેણીબદ્ધ રીતે તેનાં કુ લ વીસ પ્રકરણો છપાયાં હતાં. નવજીવને સૌપ્રથમ વિક્રમ સંવત ૧૯૭૯ (ઈ. સ. ૧૯૨૨)માં ગાંધીજીના હસ્તાક્ષરમાં હિં દ સ્વરાજ્ય પ્રકાશિત કર્યું હતું. એ પછી હિં દ સ્વરાજ્યના શતાબ્દી વર્ષે, ૨૦૦૯માં આ વિશિષ્ટ આવૃત્તિ પુન:પ્રકાશિત થઈ ત્યારે તેના પ્રકાશકીયમાં જિતેન્દ્ર દેસાઈએ નોંધ્યું છે, ‘આ પુસ્તક અનેક રીતે અનોખું છે. ગાંધીજીની કલમે, ગાંધીજીના હસ્તાક્ષરમાં માતૃભાષા ગુજરાતીમાં લખાયું હોય અને જ ે હસ્તાક્ષરમાં છપાઈને પ્રસિદ્ધ થયું હોય તેવું ગાંધીસાહિત્યનું એકમાત્ર પુસ્તક છે. બીજુ ,ં જ ેનો સંપૂર્ણ અંગ્રેજી અનુવાદ ગાંધીજીએ પોતે કર્યો હોય તેવું પણ આ એકમાત્ર પુસ્તક છે. ત્રીજુ ં એને સૌથી અગત્યનું ગાંધીવિચારને સમજવાનું ચાવીરૂપ એવું આ પુસ્તક સો વરસેય જીવતું છે!’ અત્યાર સુધી આ પુસ્તકની વિવિધ આવૃત્તિની મળીને ૬,૯૯,૦૦૦ જ ેટલી નકલો માત્ર નવજીવન દ્વારા જ વેચાઈ ચુકી છે. સમગ્ર દુનિયામાં અસત્ય, અવિશ્વાસ, અસંતોષ, અન્યાય, અનીતિ , આસક્તિ , આળસ, અસમતુલા, અરાજકતા, અંધાધૂંધી અને આતંકવાદ વધતાં જાય છે ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધીનું હિં દ સ્વરાજ્ય વધુ ને વધુ પ્રસ્તુત થતું જ રહે વાનું છે. અશ્વિનકુમાર Email : ashwinkumar.phd@gmail.com

હિં દ સ્વરાજ્યની વિવિધ આવૃત્તિ

૧. સંવર્ધિત શતાબ્દી આવૃત્તિ–હાથકાગળ ૨. સંવર્ધિત શતાબ્દી આવૃત્તિ–મેપલીથો કાગળ ૩. હસ્તાક્ષર આવૃત્તિ ૪. હિં દ સ્વરાજ્ય–ગુજરાતી ૫. Hindswaraj or Indian Home Rule (અંગ્રેજી)

258

૬. हिन्द स्वराज (હિન્દી) ૭. હસ્તાક્ષર આવૃત્તિ E-Book ૮, ૯, ૧૦. હિં દ સ્વરાજ્ય–ગુજરાતી,   હિન્દી અને અંગ્રેજીની e-book

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ભવિષ્યના ભારતના નિર્માણની પ્રેરણા આપતું પુસ્તક : મારા સ્વપ્નનું ભારત

અંગ્રેજી

પુસ્તક INDIA OF MY DREAMS  ની બીજી આવૃત્તિને આધારે તૈયાર થયેલું ગુજરાતી પુસ્તક મારા સ્વપ્નનું ભારત ગુજરાતી ભાષીઓને ગાંધીજીનાં આશા-અરમાનોથી પરિચિત કરે છે. ૭૫ લેખ (પ્રકીર્ણ સાથે) અને સૂચિને ૩૦૮ પૃષ્ઠોમાં સમાવતું આ પુસ્તક ભારતીય સમાજનાં લગભગ તમામ પાસાંઓને આવરી લે છે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજ ેન્દ્રપ્રસાદનો ઉપોદ્ઘાત પ્રાપ્ત આ પુસ્તક સ્વતંત્રતા પૂર્વેના સમાજનું ચિત્રણ અને તેનું દર્શન—બંને કરાવે છે. સાથે આજની ભારતીય પેઢી માટે આવશ્યક એવું વૈશ્વિક માનવ બનવા માટેનું ભાથું પણ પૂરું પાડે છે. ભારતમાં પાંસઠ ટકાથી વધુ વસ્તી ગામડાંઓમાં વસે છે અને સ્વતંત્રતાના દાયકાઓ બાદ આજ ે પણ ગ્રામવિસ્તારો સામાજિક-આર્થિક સમસ્યાઓથી પીડાય છે. ગામડાંને પલટવાની વાતો અને યોજનાઓથી કોણ અજાણ છે? પરં તુ ગાંધીને હૈ યે વસેલું ગ્રામ સ્વરાજ અને તેને પામવાની રીત આજ ે દોહરાવવી રહી. બીજી ઑગસ્ટ, ૧૯૪૨ હરિજનબંધુમાંથી પુસ્તકમાં મૂકેલો એક અંશ સમાજકાર્યના વિદ્યાર્થીઓ અને કાર્યકરો માટે આજ ે રાહ ચીંધે છે. ‘સાચી લોકશાહી અને ગ્રામજીવનનો આશક જો એક ગામ પકડીને તેના જ ઘડતરને પોતાની સર્વ સૃષ્ટિ અને સમગ્ર કાર્ય ગણીને બેસી જાય તો તેને સારાં પરિણામો મળી શકશે. તેણે શરૂઆત ગામનાં ભંગી, કાંતણ-શિક્ષક, મારા સ્વપ્નનું ભારત લેૹ ગાંધીજી સંકલન : આર. કે. પ્રભુ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1963માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું તેરમું પુનર્મુદ્રણ ૹ 2016 ISBNૹ 978-81-7229-006-1 પેપરબેક સાઇઝૹ 5 "×7" પાનાંૹ 8+328 • ૱ 80

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

ચોકિયાત, વૈદ અને શાળા-શિક્ષક એ બધાનાં કાર્યો એકીસાથે આરં ભીને કરવી જોઈએ. એની સાથે તરત કોઈ ન જોડાય તો ગામનું ભંગીકામ અને કાંતણ કરતા રહીને તે સંતોષ મેળવશે.’ ગાંધીનું સમાજદર્શન સમાજશાસ્ત્રનાં અર્થસભર નિરીક્ષણોથી અનેક ડગલાં આગળ જાય છે. તેનું કારણ એ છે કે ગાંધીજી સમાજનાં અનેકવિધ પાસાંઓને સાંકળી ભારતની કલ્પના કરે છે. સર્વાંગી રીતે ભારત સમજવા તેઓ મહિલાઓ, બાળકો, જ્ઞાતિ, અસ્પૃશ્યતા, ધર્મ, ગ્રામજીવન વગેરેને જોડે છે. એટલું જ નહીં તેઓ સમાજ પરિવર્તનનું આહ્વાન કરે છે અને તેના માટે મથે પણ છે. તેમની આ મથામણની સીધી અસર લોકમત પર થાય એ ગાંધીનો પ્રભાવ હતો. પુસ્તકના પ્રથમ પ્રકરણમાં આ ભાવના સુપેરે વ્યક્ત થાય છે. ‘ભારતની દરે ક વસ્તુ મને આકર્ષે છે. ઊંચીમાં ઊંચી મહત્ત્વાકાંક્ષા રાખનાર માણસને જોઈએ તે બધું ભારત પાસે છે.’ (યંગ ઇન્ડિયા ૧-૨૨૯) અને ‘ભારત સ્વભાવે કર્મભૂમિ છે. ભોગભૂમિ નથી.’ (યંગ ઇન્ડિયા ૫-૨-૨૫) એ મહત્ત્વનું છે કે આ લખાણ ગઈ સદીના ત્રીજા દાયકાનું છે. ભારત સાથે દિલનો નાતો જોડનાર ગાંધીજી ભારતની અનેક સમસ્યાઓમાં ઊંડી સમજ ધરાવે છે અને સાથે આ પૌરાણિક દેશની અમાનવીય પરં પરાઓનો વિરોધ પણ કરે છે. આજ ે જ્યારે દેશભક્તિ કોને કહે વાય તેના સર્ટિફિકેટ આપવાની હોડ લાગી છે ત્યારે મારા સ્વપ્નનું ભારત વાંચનારને સમજાઈ જશે કે ખરું ભારત શું છે. દેશભક્તિ માત્ર ભક્તિ નહીં ભેદભાવ, શોષણ અને અન્યાય સામે લડવાની લગની પણ દર્શાવે છે. એ ગાંધીજીના સપનાનું ભારત છે. ગૌરાંગ જાની Email : gaurang_jani@hotmail.com

259


અંત્યોદયનું અર્થશાસ્ત્ર : અન્ટુ ધિસ લાસ્ટ

ગાંધીજી

પર પ્રભાવ પાડનારા ત્રણ મહાપુરુષોમાંના એક તે જૉન રસ્કિન. એમના પુસ્તક Unto this Last ના વાચનથી ગાંધીજીના જીવનમાં બાખૂબ પરિવર્તન આવેલું. અર્થશાસ્ત્ર પરના રસ્કિનના ચાર નિબંધોને સમાવતું આ પુસ્તક આપણને આપણી પરં પરા તરફ ઉજાગર કરે છે તો સાથે સાથે શાશ્વત વિચારને સમયનાં અને ભૂગોળનાં બંધન ક્યારે ય નડતાં નથી એની પ્રતીતિ પણ કરાવે છે. આ ચાર નિબંધો પુસ્તકાકાર પૂર્વે કોર્નિહિલ મૅગેઝિનમાં હપતાવાર પ્રકાશિત થયા હતા : ‘પ્રતિષ્ઠાનાં મૂળ’, ‘સંપત્તિની ધોરી નસ’, ‘અદલ ન્યાય’ અને ‘ખરું મૂલ્ય’. આ પુસ્તકનો સાર ગાંધીજીએ સર્વોદય નામની પુસ્તિકા દ્વારા આપણને આપ્યો હતો, પરં તુ રસ્કિનના આ પુસ્તકનો ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદ છેક ૧૯૯૫માં પ્રગટ થયો હતો. આ અનુવાદની બીજી સંવર્ધિત આવૃત્તિ એપ્રિલ ૨૦૧૩માં પ્રકાશિત થઈ હતી, જ ે ટૂ કં સમયમાં જ ખપી જતાં જૂ ન મહિનામાં તેનું પુનર્મુદ્રણ કરાયું. એ પછી આ વર્ષે તેનું નવા ટાઇપસેટિગ ં અને લેઆઉટમાં પુન:પ્રકાશન થયું. રસ્કિનના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ અર્થશાસ્ત્રના પૂર્વ અધ્યાપક ચિત્તરં જન વોરાએ કર્યો છે. અન્ટુ ધિસ લાસ્ટનો કોઈ વિકલ્પ નથી એવા શીર્ષક હે ઠળ પ્રા. એમ. એલ. દાંતવાલાનું પુસ્તક પરત્વેનું ભાષ્ય અમૂલ્ય છે. સાહિત્યજ્ઞ-ઇતિજ્ઞ શ્રી મનુભાઈ પંચોળીની ટૂ કં ી પણ હૃદયસ્પર્શી પ્રસ્તાવના આપણને હાથવગી થઈ છે. પ્રા. દેવવ્રત પાઠક ધ્યાનાર્હ રીતે કહે છે કે આ અન્ટુ ધિસ લાસ્ટ લેૹ જૉન રસ્કિન અનુવાદ અને સમજૂ તીૹ ચિત્તરં જન વોરા પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2017 પેપરબૅક સાઇઝૹ 5.5 "×8.5" ISBNૹ 978-81-7229-804-3 પાનાંૹ 168 • ૱ 170

260

પુસ્તક ગુજરાતીમાં જ લખાયેલું છે અને અનુવાદ નથી એવી પ્રતીતિ થાય છે તે અનુવાદકની મોટી સિદ્ધિ છે. રસ્કિનના આર્થિક વિચારોના તાત્પર્યને સરળબોધ દ્વારા લોકગત કર્યાં છે એ આ અનુવાદનું ઊજળું પાસું છે. પુસ્તકમાં રસ્કિનના જીવનની મહત્ત્વની દિનવારી આપીને ઉમદા કાર્ય કર્યું છે. ‘અર્થશાસ્ત્ર’ અને ‘ગાંધીવિચાર’ના સંદર્ભમાં દરે ક ફકરાની જ ે સમજૂ તી આપી છે તે આ પુસ્તકનું મહત્ત્વનું અંગ છે. આ પુસ્તક મારફતે રજૂ થયેલા આર્થિક વિચાર ઓગણીસમી સદીના સમાજને ધ્યાનમાં રાખીને અને એ અગાઉ જ ે આર્થિક વિચાર અન્યો દ્વારા પ્રસ્તુત થયેલા તેને જનસમક્ષ રાખીને આપણી પ્રત્યક્ષ થયા હોવા છતાંય એમાં અભિવ્યક્ત થયેલા વિચાર એકવીસમી સદીમાં પણ તાજગીભર્યા જણાય છેૹ જીવન કરતાં અધિક એવી સંપત્તિ અન્ય કોઈ નથી. જીવન એ જ સંપત્તિ છે, પ્રેમ, આનંદ અને કૃ તજ્ઞતાની શક્તિ વડે સામર્થ્યભર્યું જીવન. જ ે રાષ્ટ્ર આવી અણમોલ ગુણસંપદાથી વિભૂષિત, પ્રસન્નતાથી છલકાતી વ્યક્તિઓને કેળવીને ઉછેરે છે, તે રાષ્ટ્ર શ્રેષ્ઠ સંપત્તિવાળું સમૃદ્ધ રાષ્ટ્ર છે. જ ે વ્યક્તિ પોતાની જવાબદારીઓ પૂર્ણ કરી પોતાને તો ઉપયોગી થઈ જ છે, પણ પોતાનાં જીવન અને સાધન-સંપત્તિ વડે બીજાઓને પણ ઉપયોગી થવામાં પોતાના જીવનની સાર્થકતા સમજ ે છે, તે વ્યક્તિનું જીવન મહાન છે (ફકરો ૨૭૫). ઇતિ. ગાંધીજી આવા મહામાનવ હતા. રસ્કિનના આ પુસ્તકને આપણે આ સંદર્ભે અવલોકવું જોઈએ. ગાંધીજીની દૃષ્ટિએ અનુકરણીય એવા રસ્કિનના યોગ અને ક્ષેમના વિચાર તત્ત્વ-સત્ત્વને આપણે આપણામાં ઉતારીએ અને છેવાડાના જણ સુધી સર્વોદયી ભાવનાથી એનું અમલીકરણ કરીએ. રસેશ જમીનદાર નારણપુરા, અમદાવાદ

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ધર્મશોધ સાથે ન્યાયનું પ્રસ્થાપન ઃ વૈકં ુ ઠ તારા હૃદયમાં છે

શું

કહીશું, ચિત્તરં જનભાઈને? ટુ ચિયર્સ? બલકે, થ્રી ચિયર્સ કેમ ન કહીએ! એમણે રસ્કિનની કીર્તિદા કિતાબ અન ટુ ધિસ લાસ્ટ (ગાંધીજીના સારાંતરમાં સર્વોદય) તો ગુજરાતીમાં ઉતારી જ હતી. પણ હવે એ વૈકુંઠ તારા હૃદયમાં છે ને પણ ગુજરાતીમાં લઈ આવ્યા છે. રહો, તમે કહે શો, આ તો ગુજરાતી શીર્ષક જ છે. ગાંધીજીએ ખુદ આત્મકથામાં કહ્યું છે કે ટૉલ્સ્ટૉયના આ પુસ્તકે પોતાને કેવોક ઝકઝોર્યો છે, પોતે એમાં કેવાક ઝબકોળાયા છે, અને કેટલું બધું લાભ્યા છે. ભાઈ, ત્યાં સ્તો કૅ ચ છે. ટૉલ્સ્ટૉય કૃ ત કિંગ્ડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યુથી પરિપ્લાવિત અને પરિચાલિત ગાંધીજીએ હસતેરમતે એમની સરળગંભીર ઢબે એનો વૈકુંઠ તારા હૃદયમાં છે એ શબ્દોમાં ઉલ્લેખ કીધો અને આપણે સૌ એવું માનવા ખેંચાયા ને ઘણાખરા કિસ્સામાં માની પણ બેઠા કે એ ગુજરાતીમાં સુલભ છે. ના, એવું નથી. ટૉલ્સ્ટૉયને ગયે પણ હવે તો ખાસો એક સૈકો ને સાત વરસ વીતી ગયાં છે, પણ ગુજરાતીમાં આ પુસ્તક તો પહે લી જ વાર સુલભ બને છે. વાચકને ખ્યાલમાં હોય જ કે ગાંધીજીએ જ ેમ શ્રીમદ્ રાજચંદ્ર (કવિ રાયચંદભાઈ)ના સઘન વ્યક્તિગત પરિચયનો ઉલ્લેખ પોતાના ઘડતર સંબંધે, ખાસ કરીને ધર્મની સમજના સંદર્ભમાં કર્યો છે તેમ ટૉલ્સ્ટૉય અને રસ્કિનની હમણાં સંભારી તે બેઉ કિતાબોનો પણ વિશેષોલ્લેખ કર્યો છે. રાયચંદભાઈનો પરિચય, એમની વૈકુંઠ તારા હૃદયમાં છે લેૹ લીઓ ટાૅલ્સ્ટાૅય અનુ. ચિત્તરં જન વોરા પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2017 પેપરબૅક સાઇઝૹ 5.5 "×8.5" ISBNૹ 978-81-7229-805-0 પાનાંૹ 192 • ૱ 200

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

સાથેનો પત્રવ્યવહાર, અને આ પુસ્તકોનું સેવન ગાંધીજીને જીવનધર્મ સંબંધે જડી રહે લા જવાબની પૂંઠ ે પડેલાં છે. એમની શોધ પોતાની હતી, જવાબ પણ પોતાનો હતો, પણ આ સૌની કંઈક ઓથ અને કૂ મક તો એમની સાથે જાણે કે એક સાથી તરીકેની સંવાદતક (કમ્પેરિં ગ નોટ્સ) નીચે એમાં ભૂમિકા ખસૂસ છે. ગાંધીજીની ધર્મશોધને પરં પરાગત અર્થમાં નહીં પણ વ્યાપક સંદર્ભમાં લેવી રહે છે. જ્યાં સુધી પરં પરાગત સંદર્ભનો સવાલ છે, ધર્માંતર વગર પણ જ ે તે ધર્મમાં રહી અન્ય ધર્મનું ઉત્તમ સ્વીકારી આગળ જઈ શકાય છે; અને બધા જ ધર્મના સ્વીકારની એટલે કે સર્વધર્મસમભાવ અગર સમાદરનો એમનો સંસ્કાર પાકો થયો એમાં કવિ રાયચંદભાઈનો નિર્ણાયક ફાળો હતો એમ કહે વામાં હરકત નથી. પણ ગાંધીજીની ધર્મશોધ કંઈ આટલી તો નહોતી જ. હિમાલયની ગુફામાં કે અન્યત્ર કોઈ એકાન્તિક સાધના એમને અભીષ્ટ નહોતી. ધર્મમંથન એમનો દોર એક તબક્કે પરં પરાગતની સાથોસાથ વ્યાપક સમાજસંદર્ભમાંયે ચાલતો હતો. એવામાં, દક્ષિણ આફ્રિકામાં હિં દી કોમની અન્યાયગ્રસ્ત અનવસ્થા સાથે ધોરણસર કામ પાડવાની આરં ભિક મથામણના દિવસોમાં, ખ્રિસ્તમતે ઠીક ઠીક ખેંચાયેલા ગાંધીજીને ટૉલ્સ્ટૉયની આ કિતાબ હાથ લાગી, જ ેવી બહાર પડી, લગભગ એ જ અરસામાં. આ પુસ્તકનો એકંદર તર્ક એ છે કે ખ્રિસ્તનો ધર્મ તે પ્રેમધર્મ છે. જો શાસન ખ્રિસ્તનું નામ લેતું હોય તો તે લશ્કરમય ને હિં સામય હોઈ શકે? શાસનના હિં સ્ર હે તુઓમાં કોઈ સાચો ખ્રિસ્તી એટલે કે પ્રેમધર્મી કેવી રીતે સહભાગી કે સંમત થઈ શકે? નહીં કે પ્રતિકારની જરૂર સમાજમાં વ્યક્તિને પડવાની નથી. પણ પ્રેમધર્મનો (ઈસુ સંદેશનો) તકાજો એ છે કે આ પ્રતિકાર અહિં સક હોય. ગાંધીજીએ લખ્યું છે કે આ પુસ્તક વાંચ્યું નહોતું 261


આફ્રિકામાં ગાંધીજીને માટે. આ આખી મથામણ, સમાજપરિવર્તન માટે પ્રેમધર્મ કહે તાં અહિં સક અભિગમમાં પોતાનો મોક્ષ શોધે છે. એક રીતે, ગાંધીજીની વિકાસયાત્રાને સમજવા માટે ટૉલ્સ્ટૉયનું આ પુસ્તક એક અનિવાર્ય વાચન બની રહે છે. બને કે તે સિવાય ગાંધીજી વિશેની આપણી સમજ એકાંગી અને ખોડંગાતી પણ રહે . ગાંધી એકસોપચાસીનાં ઉંબર વરસોમાં આ પુસ્તકનો અનુવાદ આપણું મહે ણું ભાંગતી મહદ્ લબ્ધિ બની રહે છે. પ્રકાશ ન. શાહ

ત્યાં સુધી હં ુ હિં સાએ ભરે લો હતો. પ્રેમધર્મની પ્રતીતિસર અહિં સક અભિગમની મારી સમજ આ પુસ્તકના સેવનથી સંકોરાઈ. વાચક જોશે કે ગાંધીજીની ધર્મશોધ એ અંતર્યાત્રા હતી, જરૂર હતી; પણ એમની એ અંતર્યાત્રા સાથે આસપાસની દુનિયામાં ન્યાયનું પ્રસ્થાપન અવિનાભાવ જોડાયેલું હતું. ધર્મબોધે એમને ધાર્મિક જ નહીં પણ નાગરિક બનાવવામાં મદદ કરી. આ ધર્મબોધે પરિચાલિત નાગરિકને સારુ રાજ્યને અંગે એક આલોચનાવિવેક (ક્રિટિક) કેળવવાનું અનિવાર્ય બની રહે —શું રૂસમાં ટૉલ્સ્ટૉયને માટે કે શું દક્ષિણ

Email : prakash.nireekshak@gmail.com

ખેડૂતોનાં શોષણ અને ભૂખમરાના રોગનું અચૂક ઔષધ : ગ્રામ સ્વરાજ

પુસ્તકમાં ખેતી, ગ્રામોદ્યોગ, પશુપાલન, વાહનવ્યવહાર, પાયાની કેળવણી, આરોગ્ય અને સ્વચ્છતા વગેરે ગ્રામજીવનની વિવિધ બાબતો પર ગાંધીજીના વિચારોનો સમાવેશ થયો છે. ગાંધીજીએ ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા’ ‘હરિજન’પત્રો જ ેવાં સાપ્તાહિકોમાં અને અન્ય પુસ્તકોમાં વખતોવખત જુ દા જુ દા વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા તેમાંથી ગ્રામસ્વરાજને લગતાં લખાણો એકત્ર કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. પ્રથમ પ્રકરણમાં ‘સ્વરાજનો અર્થ’ અને પછી ‘આદર્શ સમાજનું ચિત્ર’ ખડુ ં કરીને કુ લ ૨૯ પ્રકરણો અને એમાંય ‘ગ્રામસ્વરાજના પાયાના સિદ્ધાંતો’ તથા ‘બીજા ગ્રામોદ્યોગો’ જ ેવાં પ્રકરણમાં કેટલાંક પેટા પ્રકરણો પણ સમાવતાં આ પુસ્તકને શ્રીમન ગ્રામસ્વરાજ લે. ઃ ગાંધીજી સંકલન ઃ હરિપ્રસાદ વ્યાસ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1963માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું સાતમું પુનર્મુદ્રણ વર્ષઃ 2012 પેપરબૅક સાઇઝૹ 4.75 "×7" ISBNૹ 978-81-7229-212-6 પાનાંૹ 24+264 • ૱ 50

262

નારાયણ (ગાંધીજીના આર્થિક વિચારોના પુરસ્કર્તા અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ(૧૯૬૭-૧૯૭૩)નું આમુખ પ્રાપ્ત છે. અલગઅલગ સમયે અલગ અલગ ઠેકાણે પ્રકાશિત આ લખાણોમાં વ્યક્ત વિચારો અને એ લખાણના ફકરા એ રીતે ક્રમબદ્ધ કરાયા છે કે વાંચતા જાણે કે સળંગ પુસ્તક નવેસરથી લખવામાં આવ્યું હોય એવું લાગે, એ આ સંકલનની વિશિષ્ટતા છે. અને એ રીતે આ પુસ્તક ઉત્તમ સંકલન કે સંપાદન-સંશોધન ન બની રહે તાં ‘ગ્રામસ્વરાજ’નું દર્શન આપી જાય છે. સંકલનકાર હરિપ્રસાદ વ્યાસ પ્રસ્તાવનામાં લખે છે, ‘ગ્રામ સ્વરાજ એ ભારતની ભૂખથી પીડાતી કરોડોની જનતા સાથે હૃદયની એકતા સાધીને તેનાં સુખદુખ સાથે એકરૂપ થવાની જીવનસાધનાના ફળરૂપે મહાત્મા ગાંધીને લાધેલી જડીબુટ્ટી છે. તેમાં ભારતના જ નહીં પણ સમગ્ર જગતના, જ ેના ઇતિહાસમાં ખેડૂતવર્ગનું હં મેશાં સર્વત્ર શોષણ થયું છે અને તે હં મેશાં ભૂખમરાનો ભોગ બનતો આવ્યો છે તેના રોગનું અચૂક ઔષધ સમાયું છે.’ જનસામાન્યને તો ખરું જ, ગ્રામસેવકોથી લઈને સરપંચો-પંચાયતોને વિશેષપણે ઉપયોગી થઈ પડે એવું આ પુસ્તક છે. સં. [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


નાગરિકતાની સમજણ વિકસાવતી પુસ્તિકા : લોકશાહી–સાચી અને ભ્રામક

આપણા

દેશમાં જ્યારે જ્યારે લોકશાહી અંગે વાત થાય છે ત્યારે ‘સૌથી મોટી…’ એમ કહીને તેનું ગૌરવ લેવાય છે, પણ લોકશાહીનો આત્મા હવે કેટલો ટક્યો છે તે પરિપ્રેક્ષ્યમાં ભાગ્યે જ ચર્ચા થાય છે. આ બાબતમાં મૂળભૂત સિદ્ધાંતોથી આપણે એટલાં વિમુખ થઈ ચૂક્યા છીએ કે સત્તાધીશો કોઈ પણ વિચારધારાને પોતાના મતલબ મુજબના અર્થઘટન કરીને રજૂ આત કરે છે. આ ભેળસેળમાં એય ભુલાઈ જાય છે કે લોકશાહીનો મૂળભૂત વિચાર પાયાનાં એવાં તત્ત્વો સાથે છે જ ે મૂળભૂત રીતે નાગરિકમાત્રના હિત સાથે જોડાયેલો છે. અત્યારની રાજનીતિમાં નાગરિકહિતનો છેદ ઊડી ગયો છે, પણ ગાંધીજી તેને જ કેન્દ્રવર્તી અને સર્વોપરી રાખે છે, અને આ અંગે જ્યારે વાત કરે છે ત્યારે ‘સ્વરાજ’ શબ્દ વાપરે છે. સ્વરાજની તેમની વિભાવનામાં દરે ક વર્ગને સમાન અધિકાર છે. બેશક, અધિકારો આપતાં અગાઉ ફરજ તરફે ય ધ્યાન દોરવાનું તેઓ ચૂકતા નથી. પ્રથમ પ્રકરણના જ એક અવતરણથી સ્વરાજના આ ખ્યાલ અંગે સ્પષ્ટતા થાય છે, ‘પ્રજાનું સ્વરાજ એટલે પ્રત્યેક વ્યક્તિના સ્વરાજમાંથી ઉત્પન્ન થયેલું પ્રજાસત્તાક રાજ્ય’ પુસ્તકનું કલેવર તેમનાં આવાં અનેક અવતરણો, વક્તવ્યો-લેખનના ભાગ અને મુલાકાતોથી ઘડાયું છે. લોકશાહી અને સંલગ્ન મુદ્દાને સંકલિત કરીને લોકશાહી – સાચી અને ભ્રામક લેૹ ગાંધીજી સંકલન. આર. કે. પ્રભુ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર ત્રીજુ ં પુનર્મુદ્રણ ૹ 2012 ISBNૹ 978-81-7229-394-9 પેપરબેક સાઇઝૹ 5" x 7" પાનાંૹ 92 • ૱ 15

પુસ્તિકા સ્વરૂપે મૂકવાનું કાર્ય ગાંધીસાહિત્યના અભ્યાસી આર. કે. પ્રભુએ કર્યું છે. ૯૨ પાનાંની આ પુસ્તિકા સ્વરાજ અને લોકશાહી અંગે લોકોને માત્ર અધિકાર આપવાની વાત નથી કરતી, બલકે તેમાં જરૂર પડ્યે પ્રતિકાર કરીને જનકલ્યાણ અર્થે સાચું શાસન સ્થાપવાની હિમાયત પણ કરાઈ છે. આ હિમાયત પણ કરવામાં હડતાળો અને ઉપવાસ કરવાનું કહે તાં હોવા છતાં તેની મર્યાદા પણ તેઓ બતાવે છે અને સાચો સત્યાગ્રહી કેવી રીતે વર્તે તે અંગે પણ વાત કરવાનું ચૂકતા નથી. ‘લોકશાહીમાં હડતાળો’ પ્રકરણમાં લખે છે, ‘હડતાળ કૃ ત્રિમ ન હોય, ને સ્વાભાવિક રીતે, બળાત્કાર વિના હોય, તો ગુંડાગીરી કે લૂંટમાર ન જ થઈ શકે. આવી હડતાળમાં સહે જ ે હડતાળિયાઓ વચ્ચે સહયોગ હોય, શાંતિ હોય, બહારના દેખાવ ન હોય, ધાંધલ કે પોકાર ન હોય.’ આજ ે પડાતી હડતાળ અને આ હડતાળ વચ્ચે કેટલું બધું અંતર વર્તાય છે! પચીસ પ્રકરણની આ પુસ્તિકા વાંચતા વર્તમાન સ્થિતિમાં ગાંધીજીનો આદર્શ સાકાર થશે કે કેમ, તે પ્રશ્ન મનમાં થાય જ, પરં તુ તેમનો આશાવાદ તેનો જવાબ આપી દે છે. ‘આવતી કાલની દુનિયા અહિં સાના પાયા પર રચાયેલો સમાજ હશે-હોવો જોઈએ. એ પહે લો સિદ્ધાંત છે. તેમાંથી બીજાં બધાં વરદાન પ્રગટ થશે. ભલે એ દૂરનું ધ્યેય જણાય - અવ્યવહારુ આદર્શ લાગે. પણ તે અપ્રાપ્ય નથી જ; કારણ કે તેની પ્રાપ્તિ માટે આપણે અહીં ને આ ઘડીએ જ પ્રયાસ કરી શકીએ છીએ. એક વ્યક્તિ બીજા કોઈની રાહ જોયા વગર ભવિષ્યની આ જીવનપદ્ધતિ—અહિં સક માર્ગ— લઈ શકે. અને જો વ્યક્તિ લઈ શકે તો વ્યક્તિઓનો સમૂહ કેમ ન લઈ શકે?’ કિરણ કાપુરે Emailૹ kirankapure@gmail.com

‘સાચી લોકશાહી કેન્દ્રમાં બેઠ ે બેઠ ે રાજવહીવટ ચલાવનારા વીસ માણસો નથી ચલાવી શકતા, તે ઠેઠ નીચેથી હરે ક ગામના લોકોએ ચલાવવી રહે શે.’ મો. ક. ગાંધી [ પુસ્તકમાંથી]

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

263


ગાંધીજીનું સાચું સ્મારક : ગાંધીજીની દિનવારી

ભારતમાં ગાંધીજીનાં સ્મારકોની નવાઈ નથી. રાજઘાટ

અને સાબરમતી આશ્રમથી માંડીને શહે ર, રસ્તા, પુલ, બાવલાં અને બીજા અનેક સ્વરૂપે ગાંધીજીની સ્થૂળ યાદગીરી જળવાઈ છે. તેમાંથી ઘણાખરાનો ગાંધીજી સાથેનો સંબંધ શબ્દાર્થમાં નામનો હોય છે. ગાંધીજીનાં શબ્દ-સ્મારકોમાં ૮૦થી પણ વધુ ખંડમાં પથરાયેલા ગાંધીજીનો અક્ષરદેહ(અંગ્રેજીમાં કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી અને હિન્દીમાં ગાંધી વાઙમય)નું કામ મોટુ ં છે, પરં તુ ચંદુલાલ ભગુભાઈ દલાલ સંપાદિત ગાંધીજીની દિનવારીના બે ભાગમાંથી પસાર થતાં કોઈ દટાયેલા ખજાનાની ભાળ મેળવી આપતો વિગત વાર નકશો અકબંધ મળી આવ્યો હોય એવી અનુભૂતિ થાય. જરા પણ અતિશયોક્તિ વિના કહી શકાય કે ગાંધીજી વિશેનાં કોઈ પણ ભાષાનાં શ્રેષ્ઠ દસ પુસ્તકોની યાદી બનાવવાની થાય તો તેમાં દિનવારીને અચૂક સ્થાન આપવું પડે. ગાંધીજીના જન્મથી લઈને દક્ષિણ આફ્રિકાથી ભારત ૧૯૧૫માં પરત ફર્યા સુધીની વિગતો ૧૯૦(+૧૬) પાનાં ધરાવતી દિનવારીમાં સમાવાઈ છે જ્યારે ૭૫૦થી પણ વધુ પાનાં ધરાવતી દિનવારીમાં ગાંધીજી ભારત આવ્યા ત્યારથી શરૂ કરીને તેમની હત્યા થઈ એ દિવસ સુધીના તેમના જીવનની તારીખવર્ષ અને સ્થળ વાર વિગતો ટૂ કં ાણમાં આપી છે. પુસ્તકને ગાંધીપ્રેમીઓ–અભ્યાસીઓ માટેની કીમતી ખાણ જ ેવું બનાવવા માટે અંતે સ્થળોનાં નામની કક્કાવાર સૂચિ, નામ સહિત બીજા શબ્દોની અલગ સૂચિ, ગાંધીજીએ વેઠલ ે ા જ ેલવાસની તારીખ વાર વિગતો અને ભારતમાં ગાંધીજીની દિનવારી ભાગ-1-2 સંગ્રાહકૹ ચંદુલાલ ભ. દલાલ પ્રકાશકૹ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ પાકું પૂંઠુૹં 5.5 "×8.5" પાનાંૹ 34+764 • ૱ 70 (અપ્રાપ્ય)

264

તેમણે કરે લા ઉપવાસની આવશ્યક વિગતો સાથેની યાદી પણ મૂકવામાં આવી છે. મુખ્યત્વે સૂચિના પુસ્તકમાં ગાંધીજીની વિચારપદ્ધતિ ઝીલવાનું અઘરું પડે અને પુસ્તકનો એ આશય પણ નથી. છતાં ગાંધીપ્રેમી અને આઝાદીની લડતમાં ત્રણ વખત જ ેલમાં જઈ આવેલા ચંદુભાઈએ તક હોય ત્યાં ગાંધીજીની વિચારપદ્ધતિ સચોટ રીતે મૂકી આપી છે. સારગ્રાહી, ઝીણી અને સ્વસ્થ સંશોધક નજર ધરાવતા ચંદુભાઈ (૧૮૯૯-૧૯૮૦) ૧૯૩૬માં લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં ડિપ્લોમા ઇન પબ્લિક ઍડ્‌મિનિસ્ટ્રેશન ભણીને પહે લાં ગૂજરાત વિદ્યાપીઠમાં અને પછીથી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં જોડાયા હતા. આંકડાશાસ્ત્રનાં મૂળ તત્ત્વો અને વ્યાપારી ભૂગોળ જ ેવાં પુસ્તકો લખનાર ચંદુભાઈ કોર્પોરે શનમાંથી ચીફ ઑડિટર તરીકે નિવૃત્ત થયા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તરફથી સી.એ.ની માનદ્ ડિગ્રી વડે સન્માનિત થયા. નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ તરીકે તેમણે હાથ ધરે લું ગાંધીજીની દિનવારીનું મહાકાર્ય ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પ્રકાશિત થયું. ગુજરાતીમાં પહે લી આવૃત્તિ માર્ચ ૧૯૭૦માં (૧૧૦૦ નકલ) થઈ. તેને મળેલા આવકાર પછી ચંદુભાઈએ તા. ૨–૧૦–૧૮૬૯થી તા. ૯–૧–૧૯૧૫ સુધીનાં વર્ષોની શક્ય એટલી વિગત તૈયાર કરી. તે પુસ્તકને દેવનાગરી લિપિમાં સાબરમતી આશ્રમ ટ્રસ્ટે ઑક્ટોબર ૧૯૭૬માં પ્રગટ કર્યું દિનવારીના દળદાર ભાગ(૧૯૧૫–૧૯૪૮)ની બીજી સંવર્ધિત આવૃત્તિ છેક ૧૯૯૦માં (૧૫૦૦ નકલ) થઈ, આવું ઉત્તમ પુસ્તક હાલ ભલે અપ્રાપ્ય, પણ છે તેની ઘણા વાચનપ્રેમીઓને ખબર જ ન હોય તે ગુજરાતી તરીકે ગૌરવ અનુભવતા સૌએ પોતાની દિનવારીમાં ક્ષોભપૂર્વક નોંધી રાખવા જ ેવી માહિતી છે. ઉર્વીશ કોઠારી Email : uakothari@gmail.com [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


પ્રકૃ તિ અને પર્યાવરણ પરત્વે ગાંધી�ષ્ટિ ખીલવતું પુસ્તક: GANDHI, GANGA, GIRIRAJ

માનવસમાજ

માટે વર્તમાન વિકટ સમસ્યાઓમાં અગ્રેસર ગણાય તેવો પ્રશ્ન પર્યાવરણનો છે. સમગ્ર વિશ્વ આ સમસ્યા વિશે ઉચાટ સાથે ઉપાયો શોધવા ને તે અપનાવવા પ્રયત્નશીલ છે. તેમાં ગાંધીજીનાં જીવન અને દર્શન કેવી રીતે મદદરૂપ થઈ શકે તે દિશામાં વિચારવાનો એક પ્રયાસ Gandhi, Ganga, Giriraj પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગાંધીજીના જીવનતત્ત્વ સાથે અથવા વ્યાપક અર્થમાં પર્યાવરણ અને પ્રકૃ તિને જોડવાનો પ્રયાસ પણ ગંભીરપણે કરાયો જણાય છે. હકીકતમાં આ પુસ્તક એક સામાજિક આંદોલનની નિસ્પત્તિ છે. ૧૯૯૮માં પ્રારં ભ કરાયેલ ‘ગંગા બચાવો અભિયાન’ના ઉપક્રમે ૨૦૦૨–૦૩ દરમિયાન ગંગોત્રીથી ગંગાસાગરની સફળ ગંગાયાત્રા પછી ૨૦૦૪ના વર્ષમાં ગાંધી, ગંગા, ગિરિરાજ નામના વિષય સાથે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય સંમેલન યોજવામાં આવ્યું હતું. ‘નીતિમૂલ્યો આધારિત નવી સામાજિક વ્યવસ્થા માટે ગાંધીજીના પગલે આંદોલન ચલાવવાનો’ તેનો હે તુ હતો. તેનું દસ્તાવેજીકરણ એટલે આ પુસ્તક. આ પુસ્તકનું સંપાદન ત્રણ વિભાગમાં કરાયું છે. પ્રથમ વિભાગમાં ગાંધીજીનાં વિવિધ જીવનમૂલ્યોનાં ‘માનવ ઇકોલૉજી’ સાથેના સમાયોજન અંગે કેટલાક અગ્રણી વિચારકો, વિજ્ઞાનીઓ, કર્મશીલોએ રજૂ આત GANDHI, GANGA, GIRIRAJ

Eidtorૹ Lachman M. Khubchandani Pub.ૹ Navajivan & National Women Organisation–Pune Second Editionૹ 2006 Paper Back Size : 5.5" x 8.5" ISBN : 81–7229344–5 Page: 16+240 • ૱ 100

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

કરી છે. બીજો વિભાગ નૈસર્ગિક સ્રોતોના સંરક્ષણ અંગેના લેખોનો છે. ખાસ કરીને ગંગા અને હિમાલયના સંદર્ભમાં વર્તમાન સ્થિતિ અને તેમાં સુધારાના આયોજન વિશેના બેત્રણ જાણવાજોગ અભ્યાસ લેખો અહીં જોવા મળે છે. ત્રીજા વિભાગમાં જુ દા જુ દા ક્ષેત્રના અગ્રણીઓએ નીતિમૂલ્યલક્ષી વિચારો રજૂ કર્યા છે. તેમાં ખાસ્સું વૈવિધ્ય છે. કોન્શિયસ એન્ડ સ્પિરિચ્યુઆલિટી (લે. તારા ગાંધી ભટ્ટાચાર્ય), સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી (લે. સ્વામી તેજોમયાનંદ), એમ્પ્લોયમેન્ટ થ્રુ વેસ્ટલૅન્ડ ડેવલપમેન્ટ (લે. મોહન ધારિયા), નોનવાયાલેન્ટ પોલિસિંગ (લે. બી. જ ે. મિસાર). આ ઉપરાંત, પ્રકૃ તિને યોગ સાથે જોડતા યોગગુરુ કે. એસ. આયંગરનો યોગ, હે લ્થ એન્ડ હે પ્પીનેસ… વગેરે લેખો સમાવવામાં આવ્યા છે. ઇન સાઇટ્સ ઑફ હ્યુમન ઇકોલૉજી માં વિષયને વ્યાપક ફલક પર ચર્ચવાનો સારો પ્રયાસ થયો છે. ડી. ટી. એન. ખોશૂએ માનવ સંસ્કૃતિની આધુનિક ઔદ્યોગિક ક્રાંતિ પછીના ચોથી ક્રાંતિ તરીકે ઇકો ડેવલપમેન્ટની શક્યતા દર્શાવી છે. એક પત્રકાર સાથેની વાતમાં ગાંધીજીનો જવાબ કે ‘બ્રિટને પોતાની અત્યારની સમૃદ્ધિ ઊભી કરવા વિશ્વનાં અડધાં સંસાધનો વાપરી માર્યાં છે, તો ભારતને તેવી સમૃદ્ધ જીવનશૈલી માટે કેટલાં વિશ્વોની જરૂર પડશે?' એ ભારતવાસી તરીકે પર્યાવરણ પ્રત્યેની આપણી દૃષ્ટિ કેળવવા પર્યાપ્ત થઈ પડવો જોઈએ. આમ, આ પુસ્તકમાં ગાંધીજીનાં જીવનની અને નીતિપરાયણતાની વાત અનેક લેખમાં જુ દી જુ દી રીતે વ્યક્ત થાય છે. વ્યાપક રીતે કહીએ તો આ પુસ્તક પ્રકૃ તિ, પર્યાવરણ અથવા કુ દરતી સંસાધનો પરત્વે, ગાંધીદૃષ્ટિ ખીલવે છે. વાસુદેવ વોરા Email : vasudevmvora@gmail.com

265


અહિં સાના માર્ગે સમાજ પરિવર્તનનો ગાંધી દસ્તાવેજ : Non-Violence and Social Change

સામાજિક

પરિવર્તન તો અહિં સાના માર્ગે જ હોય એમાં બેમત નથી—આવું વિધાન આપણે એટલા માટે કરી શકીએ છીએ કેમ કે, મહાત્મા ગાંધીએ આ માર્ગે ચાલીને તે સિદ્ધ કરી બતાવ્યું! આ વારસો સાચવવો અને તેને સંવર્ધિત કરવો એવા ધ્યેય સાથે અનેક ગાંધીયન સ્કોલર્સે સ્વતંત્રતા બાદ વિચારવિમર્શ આદર્યા. એમાંથી કેટલાંક સારાં પુસ્તકો પણ મળ્યાં. તેમાંનું એક પુસ્તક એટલે Non-Violence and Social Change. અલાહાબાદ યુનિવર્સિટીના ગાંધીભવનના માનદ્ નિયામક ડૉ. જ ે. એસ. માથુર અને ડૉ. પી. સી. શર્મા આ પુસ્તકના અનુક્રમે સંપાદક અને સહાયક સંપાદક છે. નવજીવન ટ્રસ્ટે વર્ષ ૧૯૭૭માં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ અને વર્ષ ૨૦૧૫માં બીજી આવૃત્તિ પ્રકાશિત કરી છે. મૂળે આ પુસ્તક આઝાદીની રજતજયંતીએ એક સેમિનારમાં રજૂ થયેલા સંશોધનપત્રોનો સંપુટ છે. વર્ષ ૧૯૭૧માં ૩૦-૩૧ જાન્યુઆરી અને ૧ ફે બ્રુઆરીના રોજ અલાહાબાદમાં Non-Violence and Social Change વિષય અંગે ગાંધીભવન અને ક્રિશ્ચિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઑફ રિલિજિયન એન્ડ સોસાયટીના ઉપક્રમે આ સેમિનાર યોજાયો હતો. કવિ શ્રી સુમિત્રાનંદન પંતે (૧૯૦૦ • ૧૯૭૭) સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. સેમિનારમાં રજૂ થયેલાં સંશોધનપત્રો અને વ્યાખ્યાનોમાંથી ૪૬નો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પેપર્સ રજૂ કરનારા મહદંશે કૉલેજ અને Non-Violence and Social Change Editorૹ Dr. J. S. Mathur, Asst. Editorૹ Dr. P. C. Sharma Published by Navajivan Publishing House Second Reprint ૹ 2015 ISBNૹ 81-7229-208-9 PaperBack Sizeૹ 5.5 "×8.5" Pgsૹ 12+180 • ૱ 200

266

યુનિવર્સિટી તેમ જ સંશોધન સંસ્થાઓના અધ્યાપકો અને સંશોધકો છે. પુસ્તકના લેખો સેમિનારની ચર્ચાના મુખ્ય ચાર વિભાગોમાં વહેં ચાયેલા છે. 1. Basic Objectives to Social Change 2. Gandhian Aspects of Non-Violence 3. Non-Violence and Rapitity of Change અને 4. Non-Violence and Institutional Change સમાવેશ થાય છે. ભારતની આઝાદીનાં ૨૫ વર્ષ પૂર્ણ થયાં એ અરસામાં વ્યક્ત થયેલા વિચારો અને ચિંતાઓ સાત દાયકા બાદ પણ પુનઃ પુનઃ પડઘાયા કરે છે એ દર્શાવે છે કે બદલાતા વિશ્વમાં ગાંધીવિચાર અમલ કરવામાં ઢીલ ના કરવી જોઈએ. ભારતની આમજનતાનાં કલ્યાણ માટેની સરકારી યોજનાઓ અને વચનો કેવાં અને કેટલાં બિનઅસરકારક હતાં એ સ્વતંત્રતા બાદના એ જ દાયકામાં અભ્યાસીઓને સમજાયું હતું. પુસ્તકના એક લેખમાં રાજકીય વિશ્લેષક રજની કોઠારીને ટાંકતા દર્શાવાયું છે કે ‘ગરીબી હટાઓ’નું સૂત્ર માત્ર ઠાલું રાજકીય સૂત્ર બની રહ્યું છે. રાજકીય સ્વતંત્રતા બાદ આર્થિક અને સામાજિક મુક્તિ પણ મળશે એવો આશાવાદ ઠગારો નીવડતા ગાંધીના આર્થિક અને સામાજિક વિચારો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા હતા. આ સ્થિતિનું પ્રતિબિંબ પુસ્તકના અનેક લેખોમાં જોવા મળે છે. ગાંધીજીના ‘અહિં સા’ના ખ્યાલને લગભગ તમામ લેખોમાં કેન્દ્રવર્તી સ્થાન આપીને તેની અનિવાર્યતા અંગે તર્કબદ્ધ દલીલો કરવામાં આવી છે. ગાંધીજીની દૃષ્ટિએ અહિં સક સત્યાગ્રહ કેવા હોઈ શકે એ વિશે પણ વિવરણ છે. અહિં સાના માર્ગે સામાજિક પરિવર્તન કેવી રીતે લાવી શકાય તેના ગાંધીજીએ કંડારે લાં માર્ગનાં અનેક ઉદાહરણો આ પુસ્તકની આગવી વિશેષતા બની રહે છે. ગૌરાંગ જાની Email : gaurang_jani@hotmail.com [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


કાયદા સામે અંતરના અવાજને ઉભારતું પુસ્તક ઃ Trial of Gandhiji

દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજ શાસન વિરુદ્ધ લડવા છતાં

ગાંધીજી નાગરિક તરીકે હં મેશાં એ સરકારને વફાદાર રહે લા. આનું કારણ એ કે ‘હિં દુસ્તાનની સંપૂર્ણ ઉન્નતિ બ્રિટિશ સામ્રાજ્યમાં થઈ શકે.’ એમ તેઓ માનતા હતા. તેમના મનમાં બ્રિટિશ સરકાર પર ઊંડે ઊંડે વિશ્વાસ હતો કે, ‘અંગ્રેજ સલ્તનત ... જગતનું કલ્યાણ કરનારી સલ્તનત છે.’ પણ ભારત આવ્યા પછી ૧૯૧૯નું વર્ષ બ્રિટિશરાજ પ્રત્યેના ગાંધીજીના વિચારોમાં ધરમૂળથી પરિવર્તન આણનારું રહ્યું. ‘કાળા કાયદા’ તરીકે ઓળખાયેલા રૉલેટ ઍક્ટ, જલિયાવાલાં બાગનો હત્યાકાંડ અને પ્રથમ વિશ્વયુદ્ધમાં હિં દના સૈનિકોને દાખલ કરતી વખતે આપેલાં વચન પછી કરાયેલા ભંગે તેમની માન્યતા ધરમૂળમાંથી તોડી નાખી. પરિણામરૂપે ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં, પહે લા સૌથી મોટા એવા અસહકારના આંદોલનનો જન્મ થયો. ગાંધીજીએ અંગ્રેજ સલ્તનતને ‘શયતાનિયતવાળી અને રાક્ષસરૂપ’ ગણાવી. આગળ જતાં તેમણે પોતાના તંત્રીપણા હે ઠળના અંગ્રેજી સાપ્તાહિક ‘યંગ ઇન્ડિયા’માં હિં દની પ્રજાની વેદનાને વાચા આપતા અને અંગ્રેજ હકૂ મતની (અ)નીતિરીતિને સખત શબ્દોમાં વખોડતા એકબે નહીં, ચાર લેખો લખ્યા. તેનાં ભાષાંતરો ગુજરાતી અને હિં દી સાપ્તાહિક ‘નવજીવન’માંય છપાયાં. ખિલાફત આંદોલન, અસહકારની ચળવળ, વિદેશી કાપડનો વિરોધ તથા ખાદી અને રેં ટિયાનો પ્રચાર-પ્રસાર... એકસાથે અનેક મોરચે મંડાયેલી એ લડતના માહોલમાં અસહકારની ચળવળ એવી ટોચ Trial of Gandhiji Published by Navajivan Publishing House Paper Back Edition, Size 9"x12" Pgsૹ 16 + 272 ISBN : 978-81-7229-444-1 ૱ 750

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

પર હતી કે સામાન્ય જનતાને મન, સ્વરાજ આવ્યું જ સમજો એવો માહોલ હતો. જ ેમ જ ેમ સરકારનું દમન વધતું ગયું તેમ તેમ લડત વધારે ને વધારે પ્રબળ બનતી ગઈ. પ્રજાના આ જુ સ્સાને મંદ પાડવા હવે અંગ્રેજો પાસે એક જ માર્ગ હતો—ગાંધીજીની ધરપકડ. તેની વાતો વહે તી થઈ. પ્રતિભાવરૂપે તેમણે ‘યંગ ઇન્ડિયા’માં ફરી લેખ લખ્યો. If I am arrested (હં ુ પકડાઉં તો...) શીર્ષક હે ઠળ લખેલા એ લેખમાં તેમની ધરપકડ થાય તો પણ હડતાળ, સરઘસો કે બુમરાણ ન કરતાં પોતાની ગેરહાજરીમાં પણ આ લડત ચાલુ રહે તે માટેનો માર્ગ ચીંધ્યો. ... અને થયું પણ એવું જ. ૧૦ માર્ચ, ૧૯૨૨ના રોજ અમદાવાદમાં ગાંધીજીની ધરપકડ કરાઈ. ‘યંગ ઇન્ડિયા’ના ચાર સહિતના કેટલાક વાંધાજનક લેખોમાંથી ત્રણ લેખો –Temporing with Loyality, A Puzzle and its solution અને Shaking the means અનુક્રમે ‘રાજદ્રોહ’, ‘વાઇસરૉયની મૂંઝવણ અને તેનો ઉકેલ’ અને ‘હં ુ કાર–સબબ તેમના પર રાજદ્રોહનો આરોપ મુકાયો. અમદાવાદમાં શાહીબાગમાં બનેલા નવા મકાન સર્કિટ હાઉસમાં તા. ૧૮ માર્ચ, ૧૯૨૨ના રોજ તેમના પર અને અખબારના માલિક શંકરલાલ બૅંકર પર કેસ ચાલ્યો. ન્યાય તોળવા નીમેલા જજ બ્રૂમફીલ્ડે ‘મને નથી લાગતું કે, આ દેશમાં કોઈ પણ જજ આગળ આટલું અઘરું કામ કોઈ વાર આવી પડ્યું હોય...’ એવી પોતાની મુશ્કેલી રજૂ કરી. અને પછી દુ:ખ સાથે ચુકાદો સંભળાવતા કહ્યું, ‘જો હં ુ તમને મિ. ટિળકની હારમાં બેસાડુ ં તો તેમાં તમને અયોગ્ય નહીં લાગે તેથી તમને દરે ક ગુના માટે બબ્બે વરસની આસાન કેદ, એટલે કે, બધી મળીને છ વરસની આસાન કેદની સજા ફરમાવવાની મને મારી ફરજ લાગે છે.’ સામે પક્ષે ગાંધીજીએ પણ જજ ે તેમને લોકમાન્ય ટિળકની હરોળમાં બેસાડતા તેમનાથી પ્રભાવિત થઈને, ‘મને 267


કરવામાં આવેલી સજાની બાબતમાં તો હં ુ અલબત્ત માનું છુ ં કે, કોઈ પણ જજ મારા ઉપર જ ે હળવામાં હળવી સજા ફરમાવી શકે તેટલી હળવી સજા મને કરવામાં આવી છે.’ એમ કહી હરખથી ઊભરાતાં કોર્ટરૂમની બહાર નીકળી જ ેલમાં જવા ચાલવા માંડયું... ત્યારે બાકીના સૌની આંખો ભીની હતી. હકડેઠઠ ભીડ તેમને જોવા ઊમટી હતી. એ વખતે આ બંને મહાનુભાવોએ જાળવેલી એકમેકની ગરિમા અને પોતપોતાના રાષ્ટ્ર પ્રત્યેની ફરજને કારણે આ મુકદ્દમો વિશ્વ ઇતિહાસના યાદગાર મુકદ્દમામાં સ્થાન પામે છે. જિસસ ક્રાઇસ્ટ અને સૉક્રેટિસ પર ચાલેલા મુકદ્દમાની હરોળમાં મુકાય છે. આ ઐતિહાસિક ઘટનાને યથાતથ, વિગતસભર, વિશ્લેષણસહ અને દસ્તાવેજી મૂલ્ય સાથે રજૂ કરતું પુસ્તક એટલે Trial of Gandhiji. કળાગુરુ રવિશંકર રાવળે દોરે લા બેનમૂન ચિત્રથી સજ્જ આવરણ પૃષ્ઠવાળું, સુંદર લૅ-આઉટ ડિઝાઇનથી શોભતું Trial of Gandhiji પુસ્તક ૯ ઈંચ બાય ૧૨ ઈંચની લાર્જર સાઇઝમાં, કુ લ મળીને ૨૮૮ (૧૬+૨૭૨) પાનાંમાં વિસ્તરે લું છે. ગુજરાત હાઈકોર્ટે ઈ.સ. ૧૯૬૫માં આ પુસ્તક પ્રકાશિત કર્યું હતું. નવજીવને તેને ૨૦૧૨માં પુન:પ્રકાશિત કર્યું છે. પુસ્તક ચાર વિભાગમાં વહેં ચાયેલું છે. પહે લા વિભાગમાં તત્કાલીન ચીફ જસ્ટિસ શ્રી જ ે. એમ. શેલતનો આવકાર (Introduction), ગાંધીજીની બ્રિટિશ સરકાર પ્રત્યેની વફાદારીથી લઈને એ જ સરકારને ‘શયતાનિયતવાળી અને રાક્ષસરૂપ’ ગણાવ્યા સુધીની સફર, તેમાં ગાંધીજી પર જણાઈ આવેલો તેમના માર્ગદર્શકોનો પ્રભાવ, સૉક્રેટિસ પર ચાલેલા મુકદ્દમા સાથે આ મુકદ્દમાની સરખામણી, સરોજિની નાયડુએ

કરે લું કોર્ટરૂમના માહોલનું હૃદયસ્પર્શી વર્ણન જ ેવાં અનેક પાસાં આવરી લે છે. કાયદાશાસ્ત્રના નિષ્ણાતો અઘરી અંગ્રેજીમાં લખે એ માન્યતાને તોડતી પ્રસ્તાવના અંતિમ ફકરામાં મુકદ્દમાને ‘કાયદા વિરુદ્ધ અંતરના અવાજ’ તરીકે ઓળખાવીને એક એવા માહોલમાં લઈ જાય છે કે કાયદાના વિદ્યાર્થી ન હોય તેમને પણ પુસ્તકમાં રસ પડે. બીજો ભાગ (Commital Procedings)ગાંધીજી અને સાથી શંકરલાલ બૅંકર પર રાજદ્રોહનો આરોપ જ ેના આધાર પર ઘડાયો એ ત્રણ લેખો સિવાય પણ અંગ્રેજ સરકારને વાંધાજનક લાગ્યા હોય એવા ગાંધીજીના કેટલાક પત્રો અને લેખો તથા ધરપકડ પછીની ગાંધીજી અને શંકરલાલ બૅંકરની જુ બાની આવરી લે છે. ત્રીજા ભાગમાં ઐતિહાસિક એવી કોર્ટ કાર્યવાહીની યથાતથ વિગતો અને ચોથા ભાગ (Miscellaneous papers)માં ગાંધીજી અને શંકરલાલ બૅંકરની ધરપકડ માટે બજાવવામાં આવેલા વૉરં ટથી લઈને કેસ ચાલ્યો એ પહે લાંના કાયદાકીય દસ્તાવેજો જોવા મળે છે. બીજાથી લઈને ચોથા, એમ દરે ક વિભાગમાં મુકદ્દમા સંબિધિત કમ્પોઝ કરે લા લખાણની સાથોસાથ મૂળ હસ્તપ્રતો અને કોર્ટ કાર્યવાહીના દસ્તાવેજોની ફોટોકોપી પણ સામેલ છે. આમ, આ પુસ્તક ઐતિહાસિક અને કાયદાકીય દસ્તાવેજો જોવાસમજવાની સાથે ગાંધીજીની સત્ય-અહિં સાની સાધના, તેને વળગી રહે વા માટે જાગેલા અંતરના અવાજ અને તેમ વર્તવા માટે જરૂરી એવા મજબૂત આત્મબળનો અહે સાસ કરાવ્યા વગર રહે તું નથી. કેતન રૂપેરા

Email : ketanrupera@gmail.com

કળાગુરુ રવિશંકર રાવળની અનુભૂતિ “આ વખતે મારા મનમાં પ્રેરણા જાગી કે અત્યારે આ ઐતિહાસિક પ્રસંગનું દૃશ્ય લેવા કોઈ કૅ મેરા હાજર નથી. પોલીસનો જાપ્તો છે. કેટલાક પત્રકારો નોંધ લેતા હતા. મારા મિત્ર સ્ટેન્ડિંગ કૈંક ટપકાવી લેતા હતા. તો હં ુ શું માત્ર સ્મૃતિને જ પંપાળીશ? મારી સ્કેચ લેવાની શક્તિ શા કામની? મેં તરત મારી પાસેની સ્કેચબુક ઉપર હાથ રાખી કોઈ ન જુ એ તેમ ઉઘાડી ગાંધીજી અને કસ્તૂરબાની મુખમુદ્રાઓ હૂબહૂ દોરી લીધી, અને પછી આખાય પ્રસંગનાં મુખ્ય પાત્રો ને બેઠકોની રચના આલેખી લીધી. મારું મન અધીર હતું : કદાચ કોઈ પોલીસની નજર પડે અને મારી સ્કેચબુક ઝડપાઈ જાય!” રવિશંકર રાવળ [ ગુજરાતમાં કલાના પગરણ, પ્રકરણૹ અહોભાગ્ય]

268

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગુજરાતમાં રચનાત્મક કાર્યો થકી સાંસ્કૃતિક સમન્વયનો દસ્તાવેજ ઃ ગાંધીજી અને તેમના પાયાના કાર્યકરો

ગાંધીજીએ કરે લાં અધધ કાર્યો કેવી રીતે થયાં હશે

તેનો સીધોસટ કોઈ ઉત્તર નથી. પણ જ્યારે આ અધધ કાર્યો માટે ગાંધીજીએ કરે લી વ્યક્તિઓની પસંદગી જોઈએ તો આ કાર્યો કેવી રીતે પાર પડ્યાં હશે, તેનો મેળ બેસતો દેખાય છે. ગાંધીભાઈ જ્યારે દક્ષિણ આફ્રિકાથી કાયમી વસવાટ અર્થે હિન્દુસ્તાન આવ્યા ત્યારે તેમની નેમ દેશસેવા હતી. વળી, સહજપણે જ અનેક લોકોને સાથે રાખવાની આવડત હોઈ એક પછી એક અનેક પ્રતિભાવાન વ્યક્તિ તેમની સાથે જોડાતી ગઈ. ગમે તેવી નેતૃત્વની આવડત હોય તેમનું કામ કાર્યકર તરીકેનું રહે તું. આવાં કેટલાક પાયાના કાર્યકરોને આપણે જાણીએ છીએ તો કેટલાંક નામો અજાણ્યાં પણ હોય. ગાંધીજીના આવા પાયાના કાર્યકરોએ કરે લાં સીમાચિહ્નરૂપ કામનો પરિચય કરાવતું પુસ્તક એટલે ગાંધીજી અને તેમના પાયાના કાર્યકરો. આ પુસ્તકમાં જોકે ગુજરાતના જ કાર્યકરોને સમાવી શકાયા છે, તોય એ આંકડો બાર સુધી પહોંચી જાય છે. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત આ પુસ્તક મૂળે ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અંજના બી. શાહે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રીસર્ચની સહાયથી હાથ ધરે લ સંશોધન પ્રકલ્પ છે. જ ેમાં તેમણે ગુજરાતના પાયાના કાર્યકરોનો ૧૯૧૫થી ’૪૭ના સમયગાળા સંદર્ભે અભ્યાસ કર્યો ગાંધીજી અને તેમના પાયાના કાર્યકરો લેૹ ડૉ. અંજના બી. શાહ પ્રકાશકૹ ગૂજરાત વિદ્યાપીઠ પ્રથમ આવૃત્તિ ૹ 2002 પેપરબેક સાઇઝૹ 6.25" x 10" ISBNૹ 81-86445-30-7 પાનાંૹ 12+124 • ૱ 100

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

છે. રોયલ સાઇઝનાં ૧૩૬ પાનાંનું આ પુસ્તક ગાંધીજીના કેટલાક કાર્યકરો વિશે બિલકુ લ નવી વાતો આપણી સમક્ષ મૂકે છે. આ કાર્યકરો એટલે પરીક્ષિતલાલ મજમુદાર, જુ ગતરામ દવે, મીઠુબહે ન પીટીટ, રવિશંકર મહારાજ, નાનાભાઈ ભટ્ટ, મોતીભાઈ દરજી, અનસૂયાબહે ન સારાભાઈ, પુષ્પાબહે ન મહે તા, મૂળદાસ વૈશ્ય, ગુલામ રસૂલ કુ રેશી અને કાન્તિપ્રસાદ અંતાણી. આ તમામ વિશે ડૉ. અંજનાબહે ને ટૂ કં ાણમાં પરિચય આપ્યા છે, ઉપરાંત તેમની ઉમદા કામગીરીની આંકડાકીય માહિતી પણ સાથે મૂકી છે. જ ેમ કે, પરીક્ષિતલાલ મજમુદારની એ વાત મૂકવામાં આવી છે કે 'ગુજરાત હરિજન સેવકસંઘ'ના પ્રમુખપદે જ્યારે પરીક્ષિતલાલ હતા ત્યારે તે અંતર્ગત કેટલી શાળાઓ, આશ્રમો અને છાત્રાલયો ખૂલ્યાં હતાં. પુસ્તકમાં સમાવેલા તમામ કાર્યકરોએ અલગ અલગ ક્ષેત્રમાં પ્રજાસેવાનું કાર્ય કર્યું છે, તે વિગત પણ પુસ્તકમાં સરસ રીતે સમાવવામાં આવી છે. નાનાભાઈ ભટ્ટ સૌરાષ્ટ્રમાં નઈ તાલીમના કેવા મશાલચી બન્યા હતા, કેવી રીતે કેળવણીના પ્રયોગો તેમણે આદર્યા, પંદર સૂત્રી કેળવણીવિષક સિદ્ધાંત નાનાભાઈએ કેમ ઘડ્યો વગેરે બાબતો પુસ્તકમાં મુદ્દાસર મળી આવે છે. ગાંધીજીએ ચીંધ્યા રચનાત્મક માર્ગે અનેક કાર્યકરો ગામડે જઈ વસ્યા અને તેને સ્વરાજનું આદર્શ ગામ બનાવવા મથ્યા, તેની છૂટીછવાઈ વિગત ઘણાં પુસ્તકમાં છે, તે વિશે પૂરતું લખાયું છે, પરં તુ એક જ પુસ્તકમાં આ તમામ કાર્યકરો વિશે તેમના કાર્યને કેન્દ્રમાં રાખીને સંશોધકીય વિગતો મેળવવી હોય તો ગાંધીજી અને તેમના પાયાના કાર્યકરો ઉત્તમ વિકલ્પ બની રહે છે. સં.

269


ગાંધીની ખોટ પૂરવાની વૈચારિક મથામણ આલેખતું પુસ્તક: ગાંધી ગયા : હવે માર્ગદર્શન કોણ આપશે>

ભારત

દસ્તાવેજીકરણ માટે જાણીતો દેશ નથી. મૌખિક પરં પરા અને ‘હં ુ કરું, હં ુ કરું, એ જ અજ્ઞાનતા’ના સંસ્કારથી માંડીને સૂઝ અને દૃષ્ટિના અભાવ જ ેવાં કારણસર થોડા દાયકા જૂ ની વાતો અને ચીજો સદીઓ જૂ ની હોય એવી દુર્લભ કે લુપ્ત બની જાય છે. આ ‘ભારતીય પરં પરા’માં સૌથી મોટો અપવાદ છે ગાંધીયુગ. ગાંધીજીના સમયગાળા દરમિયાન ઇતિહાસના દસ્તાવેજીકરણનું ઉત્તમ કાર્ય થયું. તેના પરિણામે ગાંધીજીનો અક્ષરદેહથી માંડીને ગાંધીજીની દિનવારી જ ેવાં અભૂતપૂર્વ અને પરં પરાની દૃષ્ટિએ લગભગ અભારતીય લાગે એવાં કામ થયાં. ગાંધી ગયાૹ હવે માર્ગદર્શન કોણ આપશે એ સંપાદન કદમાં નાનું, પણ મહત્ત્વની રીતે મોટુ ં અને દસ્તાવેજીકરણની ભવ્ય ગાંધીપરં પરાનો ખ્યાલ આપતું પુસ્તક છે. સમય ગાંધીહત્યા પછી તરતનો. ફે બ્રુઆરી ૨, ૧૯૪૮ના રોજ ગાંધીજી રચનાત્મક કાર્યકર્તાઓના સંમેલનમાં હાજરી આપવાના હતા. ૩૦ જાન્યુઆરીએ તેમણે વિદાય લીધી. એટલે સંમેલન કામચલાઉ મોકૂ ફી પછી ૧૧થી ૧૫ માર્ચ દરમિયાન સેવાગ્રામમાં યોજાયું. ત્યારે એ ‘રચનાત્મક કાર્યકર્તાઓ’નું નહીં, ગાંધીજીના અંતેવાસીઓ, અનુયાયીઓ અને ભારતના જાહે ર જીવનના અગ્રણીઓનું મિલન બની રહ્યું. તેમાં એક જ માણસની ગેરહાજરી હતી, પણ એ ‘એક માણસ’નું ન હોવું એટલે શું, તેનો બરાબર ખ્યાલ આ સંમેલનની કાર્યવાહી વાંચતાં આવી શકે છે. ગાંધી ગયા હવે માર્ગદર્શન કોણ આપશે? સં.ૹ ગોપાલકૃ ષ્ણ ગાંધી, અનુ. રમણ મોદી પ્રકાશકૹ ગૂજરાત વિદ્યાપીઠ પ્રથમ આવૃત્તિ ૹ 2009 પાકું પૂંઠુૹં 5.5 "×8.5" ISBNૹ 978-81-89854-35-5 પાનાંૹ 104 • ૱ 75

270

સંમેલનનો આશય એ હતો કે ગાંધીજીના ગયા પછી તેમનું કામ શી રીતે આગળ વધારવું અને મુશ્કેલી એ હતી કે ‘ગાંધીજીનું કામ’ એક ક્ષેત્ર પૂરતું સીમિત ન હતું. એ વખતે ગાંધી બિરાદરીનાં લગભગ તમામ મોટાં માથાં ૧૩થી ૧૫ માર્ચ, ૧૯૪૮ના રોજ મળ્યાં. એ યાદીની ઝલક અહોભાવ ઊપજાવે એવી છે. પંડિત નેહરુ, રાજ ેન્દ્રપ્રસાદ, મૌલાના આઝાદ, આચાર્ય કૃ પાલાની, કાકા કાલેલકર, પ્યારે લાલ, કિશોરલાલ મશરૂવાળા, વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, દાદા ધર્માધિકારી, ઠક્કરબાપા, જ ે. સી. કુ મારપ્પા, શંકરરાવ દેવ, બાળાસાહે બ ખેર, ઝાકિર હુસૈન, ગુલઝારીલાલ નંદા, દેવદાસ ગાંધી, સરલાદેવી સારાભાઈ, મૃદુલા સારાભાઈ, બીબી અમતુસ્સલામ, સુચેતા કૃ પાલાની… તબિયતનાં કારણોસર સરદાર પટેલ હાજર રહી શક્યા નહીં, તો રામમનોહર લોહિયા, આચાર્ય નરે ન્દ્રદેવ, રાજગોપાલાચારી અને સરોજિની નાયડુ પણ ગેરહાજર હતાં. પહે લી નજરે ‘ગાંધીવાળા’ લાગે એવા આ મહાનુભાવો વચ્ચેની વિચારભિન્નતા, અભિગમ અને કાર્યશૈલીનો તફાવત આખા પુસ્તકમાંથી સ્પષ્ટપણે ઊભરીને આવે છે. ગાંધીનું કામ કરતી જુ દી જુ દી સંસ્થાઓને એક છત્ર નીચે આણી દેવી કે તેમને અલગ કામ કરવા દઈને તેમની ઉપર એક સામાન્ય સમિતિ જ ેવું રચવું? દેશભરના ગાંધીજનોનું ઔપચારિક સંગઠન કરવું કે પછી તેમને પોતપોતાની જગ્યાએ કામ કરવા દઈને, વર્ષે એક વાર મેળાના સ્વરૂપે તેમનું ખુલ્લું સંમેલન કરવું? આ મૂંઝવણો હતી. સંભવિત સંગઠનનું નામ શું રાખવું એ વિશે પણ ઘણી ચર્ચા થઈ. ગાંધીજીના નામે સંપ્રદાય ન થાય કે તેમનો વિચારવારસો જડ ન થઈ જાય, એ માટે સૌ સચેત હતા. બુદ્ધ અને ઈસુના મૃત્યુ પછી તેમના શિષ્યોએ આગવી બેઠકો કરી હતી, તેનો ઉલ્લેખ પણ આ લોકોની વાતચીતમાં મળે છે. પરં તુ એ બંનેમાંથી કોઈ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


બેઠકનું બુદ્ધ કે ઈસુના જીવનદર્શનને છાજ ે એવું પરિણામ આવ્યું ન હતું. કંઈક એવી જ સ્થિતિ ગાંધીજીના સાથીદારોની બેઠકમાં અને ત્યાર પછી થઈ. તેનાં ઘણાં કારણમાંનું એક સંભવિત કારણ આચાર્ય કૃ પાલાનીની વાતમાંથી મળે છે. કૃ પાલાનીએ કહ્યું હતું, ‘આપણા દેશમાં એક એક માણસ એકલા ઘણું સારું કામ કરે છે. આપણી બરોબરીવાળા સાથે કામ કરવાની કળા આપણામાં નથી…ગાંધીજીથી એક મોટી ભૂલ થઈ. એમણે આપણને કહ્યું કે તમારા દુશ્મન સાથે પ્રેમ કરો. અહીં તો ભાઈઓ સાથે પણ પ્રેમ નથી કરતા. મારામાં પણ એ ઊણપ છે. હં ુ સાથીઓ સાથે પ્રેમ કરવાનું શીખ્યો નહીં.’ આખી ચર્ચામાં અનેક નાનામોટા, ચોટદાર અને આજના સંદર્ભે ઉપયોગી, વિચારપ્રેરક મુદ્દા મળે છે. ગાંધીજીની ગેરહાજરી કેટકેટલા સક્ષમ લોકો સાથે મળીને પણ પૂરી શકતા નથી, એ અહે સાસ વધુ એક

વાર આ વાંચીને તાજો થાય છે. આખી કાર્યવાહીની નોંધ કોણે તૈયાર કરી, એ જાણવા મળતું નથી, હિં દીમાં તૈયાર થયેલો એ આખો દસ્તાવેજ ‘સર્વ સેવા સંઘ’ તરફથી ૨૦૦૬માં બંગાળના રાજ્યપાલ અને અભ્યાસી લેખક ગોપાલકૃ ષ્ણ ગાંધી સુધી પહોંચ્યો. તેમણે નોંધનો અંગ્રેજી અનુવાદ કર્યો અને ચર્ચામાં ભાગ લેનાર મહાનુભાવોના ટૂ કં ા-ઉપયોગી પરિચય ઉમેર્યા. એ સામગ્રી ગાંધી ઇઝ ગોનૹ હુ વિલ ગાઇડ અસ નાઉ? નામે પ્રકાશિત થઈ. (પરમેનન્ટ બ્લેક, ૨૦૦૯). એ જ વર્ષે પુસ્તકનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થયો. આટલો અગત્યનો દસ્તાવેજ, ગુજરાતીમાં ઉપલબ્ધ બન્યો તે આનંદની વાત છે. ગાંધીના કોઈ પણ પ્રેમી, અભ્યાસી કે ટીકાકારે અને જાહે રજીવનમાં રસ કે હિસ્સો ધરાવનારે આ પુસ્તક ચૂકવા જ ેવું નથી. ઉર્વીશ કોઠારી Emailૹ uakothari@gmail.com 

અભ્યાસીઓએ વસાવવા જેવી ગ્રંથમાળાઃ ગાંધીજીનો અ�રદેહ ગાંધીજીના અવસાન પછી તેમનાં લખાણોને ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી સમયાનુક્રમ પ્રમાણે પ્રસિદ્ધ કરવાની યોજના હે ઠળ તેમનાં પત્રો, લેખો, મુલાકાતો, ભાષણો સમાવીને તેને પુસ્તકાકારે પ્રકાશિત કરવામાં આવ્યાં. અંદાજ ે ૫૦૦ પાનાંના એક એવા સો ગ્રંથો અંગ્રેજીમાં The Collected Works of Mahatma Gandhi, હિન્દીમાં संपूर्ण गांधी वांङ्मय અને ગુજરાતીમાં ગાંધીજીનો અક્ષરદેહ નામે પ્રકાશિત થયાં છે. ગુજરાતીમાં ૮૨ ગ્રંથ પ્રકાશિત થઈ ગયા છે. ભાગ ૧-૨ (સંયુક્ત), ૩ (દરે કના) 50.00 ભાગ ૨૪થી ૨૮ (દરે કના) 16.50 ભાગ ૪ 300.00 ભાગ ૨૯ 400.00 ભાગ ૫થી ૧૦ (દરે કના) 50.00 ભાગ ૩૦ 400.00 ભાગ ૧૧ 100.00 ભાગ ૩૧ 400.00 ભાગ ૧૨થી ૧૪ (દરે કના) 50.00

ભાગ ૩૨થી ૪૭ (દરે કના) 16.50

ભાગ ૧૫થી ૧૮ (દરે કના) 300.00

ભાગ ૪૮થી ૬૯ (દરે કના) 20.00

ભાગ ૧૯

ભાગ ૭૦થી ૭૨ (દરે કના) 100.00

16.50 ભાગ ૨૦ 300.00 ભાગ ૨૧, ૨૨ (દરે કના) 16.50 ભાગ ૨૩ 300.00

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

ભાગ ૭૩થી ૮૧ (દરે કના) 30.00 ભાગ ૮૨ 150.00 કુ લ ૧થી ૮૨ ભાગના

5,506.00 271


ગરીબી, ભૂખમરો અને આંધળા કાનૂન વચ્ચે માણસાઈની જીત વર્ણવતી કથા : લે મિઝેરાબ્લ ઉર્ફે દરિદ્રનારાયણ

નવલકથા ફ્રાંસમાં પ્રગટ થઈ ત્યારે ફ્રાંસના વિવેચકોને તે વિવિધ દૃષ્ટિએ ટીકાપાત્ર લાગી હતી. એક વિવેચકને તેનું વિષયવસ્તુ અનૈતિક લાગ્યું હતું; બે વિવેચકોને તેમાં કોઈ સત્ય કે મહાનતા દેખાયાં નહોતાં. એક વિવેચકને તે કૃ તક અને નિરાશાજનક લાગી હતી. એક વિવેચકને તેમાં જ ે સામાજિક પ્રશ્નો રજૂ થયા તે ગમ્યું પણ તેનો ચોક્કસ વિચારસરણીના પ્રચાર માટે નવલકથા જ ેવાં સાહિત્યિક કલાસ્વરૂપનો ઉપયોગ કરવામાં આવ્યો તે નાપસંદ પડ્યું. અલબત્ત, બધાં જ વિવેચકોને તે ટીકાપાત્ર જણાઈ નહોતી, પણ એકંદરે વિવેચકોએ તેને એક મહાન નવલકથા તરીકે આવકારી નહોતી. મુદ્દો એ છે કે વિવેચકોના મૂલ્યાંકનના માપદંડ સ્વીકારીને વાચકો સાહિત્યિક કૃ તિ પાસે જતા નથી. વાચકોએ હ્યૂગોએ એમના ટૂ કં ા નિવેદનમાં જ ે શ્રદ્ધા પ્રગટ કરી હતી તેને અનુમોદન આપ્યું છે ઃ ‘જ્યાં લગી આ યુગની ત્રણ વિકટ સમસ્યાઓ —દારિદ્રયને કારણે પુરુષની અધોગતિ, ભૂખમરાને કારણે સ્ત્રીની બરબાદી, તથા ભૌતિક અને આધ્યાત્મિક અંધારા હે ઠળ ઊગતાં બાળકોનું ઠીંગરાવું—એમનો ઉકેલ નહીં આવે; જ્યાં લગી અમુક ક્ષેત્રોમાં સામાજિક રૂંધામણ શક્ય રહે શે; બીજા શબ્દોમાં, તથા વધુ વિશાળ દૃષ્ટિબિંદુથી જોતાં, અજ્ઞાન અને દારિદ્રય આ પૃથ્વી ઉપર જ્યાં લગી કાયમ હશે, ત્યાં લગી આ જાતનાં પુસ્તકો હરગિજ નિરુપયોગી નહીં બને.’ લે મિઝેરાબ્લ ઉર્ફે દરિદ્રનારાયણ લેૹ વિકટર હ્યૂગો અનુવાદ-સંપાદન ઃ ગોપાળદાસ જીવાભાઈ પટેલ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પુનઃ પ્રકાશન ૹ 2015 પેપર બેક સાઇઝૹ 5.5"×8.5" ISBN: 978-81-7229-664-3 પાનાંૹ 512 • ૱ 350

272

સાહિત્યિક રચનાઓ તેના સાંસ્કૃતિક સંદર્ભમાં સર્જાઈ હોય છે—તે એક સાંસ્કૃતિક ઘટના હોય છે, પણ મહાન કૃ તિઓ તેના સાંસ્કૃતિક સંદર્ભથી ઉપર ઊઠીને વિવિધ સંસ્કૃતિઓના વાચકોને સ્પર્શી જતી હોય છે. પ્રસ્તુત નવલકથામાં પણ એવાં કેટલાંક તત્ત્વો છે જ ે તેને તેના સાંસ્કૃતિક સંદર્ભથી ઉપર ઉઠાવે છે. નવલકથાનું કેન્દ્રવર્તી પાત્ર જીન વાલજીનનું છે. વિધવા બહે નનાં ભૂખે મરતાં બાળકો માટે પાંઉનો ટુકડો ચોરતાં પકડાયેલા જીન વાલજીનને પાંચ વર્ષની આકરી કેદની સજા યુદ્ધ જહાજના કેદી તરીકે ભોગવવી પડે છે. એમાંથી નાસી છૂટવાના એના પ્રયાસોને કારણે સજા લંબાઈને ૧૯ વર્ષની થાય છે. બહે નનાં ભૂખ્યાં બાળકો માટે રોટી ચોરવાના ગુના માટે અને ગુનો કબૂલ્યો હોવા છતાં તેને આકરી સજા ભોગવવી પડે છે તેના પ્રત્યાઘાતરૂપે સમાજ પ્રત્યે તે ઘોર નફરત સાથે કારાવાસમાંથી બહાર આવે છે. એણે સમાજને કરે લા નુકસાનથી અનેક ગણું વધારે નુકસાન સમાજ ે તેને પહોંચાડ્યું હતું. સમાજ પ્રત્યે વેર વાળવાના ઝનૂન સાથે તે કેદમાંથી બહાર આવ્યો હતો. એની પાસેના કેદી તરીકેના પીળા પરવાનાને કારણે ગામમાં તેને પૈસા આપવા છતાં કોઈ રાતવાસા માટે આશરો આપતું નથી કે ભોજન આપતું નથી. આ હતાશા વચ્ચે બિશપ તેને આશરો આપે છે, એને માનપૂર્વક ભોજન આપે છે અને સૂવા માટે પથારી આપે છે પણ કોઈ ઉપદેશ આપતો નથી. ૧૯ વર્ષ પછી તેને સૂવા માટે પથારી મળે છે અને છતાં તે વહે લી પરોઢે બિશપનાં ચાંદીનાં વાસણો ચોરીને ભાગી છૂટે છે. પણ પોલીસના હાથે પકડાય છે. પોલીસ તેને પકડીને બિશપ પાસે લઈ આવે છે. બિશપ અપાર દયા દાખવીને અસત્ય બોલે છે : ‘મેં જ એ વાસણો એને આપ્યાં છે. વધુમાં એને ચાંદીની બે દીવાદાની આપીને કહે છેૹ આ તમે કેમ ભૂલી ગયા? એ પણ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


પોતાના નામે પકડાયેલા એક નિર્દોષ માણસને પોતે સજા વહોરીને બચાવી લે છે. અન્ય બે માણસોને પણ તે પોતાના જીવના જોખમે બચાવી લે છે. બીજ ે છેડ ે થેનારડિચર છે. ગરીબી કેટલી હદે માનવીમાં હલકટતા અને અમાનવીયતા કેળવી શકે તેનું ઉદાહરણ તે પૂરું પાડે છે. આ બે અંતિમોની વચ્ચે રહે તાં ગરીબ પાત્રો પણ હ્યૂગોએ આલેખ્યાં છે. તેઓ માનવતાનો કોઈ ને કોઈ ઉન્મેષ દાખવે છે. પણ કૃ તિનો મધ્યવર્તી મુદ્દો કાકાસાહે બ કાલેલકરની ટૂ કં ી પ્રસ્તાવનામાં નોંધવામાં આવ્યો છે : ‘જીવનમાં સર્વશ્રેષ્ઠ શું? ત્રાજવાનો અણિશુદ્ધ કાનૂની ન્યાય? કે માણસાઈની અપાર ઉદારતા, ક્ષમા અને પ્રેમ? આ વાર્તામાં ચમકતો પોલીસ ઑફિસર કાનૂનમાં માને છે. ત્યાં એ હાર્યો ત્યારે એને અણગમતો ઉદારતાનો ધર્મ સ્વીકારવાને બદલે એ આત્મહત્યા કરે છે.’ પણ આત્મહત્યા પૂર્વે એનું જ ે મનોમંથન લેખકે આલેખ્યું છે તેમાં લેખકનો ‘ત્રાજવાના ન્યાય’ સામેનો અણગમો અને માણસાઈ માટેનો અનુરાગ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ નવલકથામાં છેવટે એનું જ પ્રતિપાદન થાય છે. આ નવલકથામાં એવું કંઈક છે જ ે દેશકાળથી નિરપેક્ષ રીતે વાચકોને અપીલ કરતું રહ્યું છે. મહાન સાહિત્યિક કૃ તિઓની આ લાક્ષણિકતા હોય છે, તે કાલગ્રસ્ત થતી નથી.

લેતા જાવ.’ પોલીસ એને છૂટો કરે છે અને એ બે દીવાદાની સાથે નીકળી જાય છે. બિશપનો આ દયાભાવ જીન વાલજીનના જીવનમાં આમૂલ પરિવર્તન નિપજાવનારો બની રહે છે. તે વાલિયામાંથી વાલ્મીકિ બને છે. નવલકથાનું એક પાત્ર મેરિયસ કહે છે તેમ ‘આ માણસ નથી—દેવ છે.’ પેલી બે દીવાદાનીઓ તેને જીવનભર પ્રકાશ આપતી રહે છે. તે સત્યનો ઉપાસક બને છે અને પોતાના ભોગે પણ અંતરાત્માએ ચીંધેલા ન્યાય અને ધર્મને વળગી રહે છે. નવલકથાનું શીર્ષક સૂચવે છે તેમ આ ગરીબો અને ગરીબીની કથા છે. ગરીબોનાં વિવિધ પાત્રો સર્જીને હ્યૂગો જ ે પ્રતિપાદન કરવા માંગે છે તે તેમણે તેમની એક ચિંતનકણિકામાં સ્પષ્ટ કર્યું છે : ‘ગરીબાઈ એ કેવી અદ્ભુત અને ભયંકર અગ્નિપરીક્ષા છે! તેમાંથી નબળાઓ તુચ્છ બનીને બહાર પડે છે, અને સબળાઓ ભવ્ય બની ને! ભાગ્યદેવી જ્યારે કોઈ માણસને ઢાળીને અઠંગ બદમાશ કે મહાન દેવાંશી બનાવવા ઇચ્છે છે, ત્યારે આ કૂ લડીમાં તેને ગાળે છે.’ જીન વાલજીન દેવાંશી બનતા ગરીબનો એક ઉત્તમ નમૂનો છે. સમાજ માટેની તેની નફરત બિશપે દાખવેલા દયાભાવથી બદલાઈ જાય છે. લક્ષાધિપતિ બનેલો જીન વાલજીન સ્વેચ્છાએ ગરીબી ભોગવે છે. અને ગરીબો માટે એવો જ દયાભાવ દાખવીને નાનાંમોટાં દાનો કરતો રહે છે. એ પોલીસ અમલદાર જાવર્ટ, જ ે એની પાછળ પડેલો છે તેને જીવતો જવા દે છે. મેરિયસને પોતાના જાનના જોખમે બચાવે છે.

રમેશ બી. શાહ પાલડી, અમદાવાદ-૦૭ 

“એક અભ્યાસ મુજબ આપણા દેશમાં દર વર્ષે ૯૦,૦૦૦ જ ેટલાં પુસ્તકો પ્રકાશિત થાય છે. વિશ્વભરના દેશોના પુસ્તકો મળીને આ અંદાજ ૨૨,૦૦,૦૦૦ ઉપર પહોંચે છે. (યુનેસ્કો, ૨૦૧૩)   પુસ્તકો જ્ઞાનના વાહક કહે વાય છે. જ ેમાંથી કેટલાંક પુસ્તકો ક્રાંતિના જનક બની રહે છે તો કેટલાંક પુસ્તકો ક્રાંતિનો દસ્તાવેજ પણ રજૂ કરી જાય છે. લે મિઝેરાબ્લ તેમાંનું એક પુસ્તક છે. ૧૯મી સદીના ફ્રાન્સના ઇતિહાસ, રાજકારણ, ધર્મ, ન્યાય જ ેવાં અનેક ક્ષેત્રો....ની ગુંથણી સાથે વર્ણવતી આ નવલકથા વિશ્વની ઑલટાઇમ બેસ્ટ સેલરમાં સ્થાન પામેલી છે.” [ ‘नवजीवनનો અક્ષરદેહ’, એપ્રિલ-૨૦૧૫માંથી]

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

273


માનવ ડહાપણનો કુ લ સાર : આશા અને ધીરજ

વિશ્વસાહિત્યની

ઉત્તમ કૃ તિઓના ગુજરાતી અનુવાદ કે સંપાદન વાંચનાર વર્ગ ગોપાળદાસ જીવાભાઈ પટેલનાં નામથી અજાણ હોવાની શક્યતા નહીવત્ છે. ગોપાળદાસે એલેક્ઝાંડર ડૂ મા કૃ ત નવલકથા કાઉન્ટ ઑફ મોન્ટે-ક્રિસ્ટોનો કરે લો આશા અને ધીરજ નામે અનુવાદ ગુજરાતી અનુવાદિત સાહિત્યને વધુ ઊંચાઈ બક્ષે છે. મૂળ ફ્રેંચ નવલકથા કાઉન્ટ ઑફ મોન્ટે-ક્રિસ્ટોમાં વેર, પ્રેમ, ક્ષમા જ ેવી લાગણીઓનો અદ્ભુત સમન્વય વાચકને પોતે પણ આ નવલકથામાંના એડમંડ ડાન્ટે, કેડરો, વિલ્ફોર્ટ કે વેલેન્ટાઇન, મેડમ ડેન્ગલર્સ જ ેવાં અનેક પાત્રોમાંના એક હોવાની અનુભૂતિ કરાવી જાય છે. નાયક એડમંડ ડાન્ટે સાથે થયેલા વિશ્વાસઘાતની વાત હોય કે ટૂ કં ા ગાળાના પરિણય માટે થઈને ક્ષમા આપવાની વાત હોય, નાયકના મનમાં થતી ઊથલપાથલના સાક્ષી આપોઆપ જ બની રહે વાય છે. વાચક પોતેય કેટલેક ઠેકાણે ન્યાયાધીશ બની બેસે છે તો નવલકથામાં આવતાં અચાનક વળાંક એને આશ્ચર્યચકિત કરી મૂકે એવુંય બને છે. દરે ક મનુષ્યમાં સારપ અને બુરાઈ વધતાંઓછાં અંશે રહે લાં છે અને માત્ર આશા અને ધીરજ જાળવી રાખવાથી ગમે તે સમસ્યામાંથી પાર ઊતરાય જ એવો સૂર આશા અને ધીરજ

લે. એલેકઝાંડર ડૂ મા અનુ. ગોપાળદાસ પટેલ પ્રકાશક ઃ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ : વર્ષ 2015 પેપરબૅક સાઇઝૹ 5.5"×8.5" ISBN : 978-81-7229-660-5 પાનાંૹ 232 • ૱ 150

ધરાવતી આ ઑલટાઇમ ક્લાસિક નવલકથામાં અઢારમી સદીની શરૂઆત, કથામાં નેપોલિયન બોનાપાર્ટની હાજરી, તે અરસાના રાજકારણની ખટપટ વગેરે આબેહૂબ ઝીલાયાં છે. તો વળી ટેલિફોનની શોધના પ્રારં ભિક તબક્કાનો ઉલ્લેખ પણ આજના વાયરલેસ હાઈ-ટેક યુગમાં ધ્યાન ખેંચે છે. કથાનાયક કશા જ દેખીતા વાંક વિના અને અન્યના સ્વાર્થ ખાતર જ ેલમાં ૧૪ વર્ષ ગાળે છે. આ ૧૪ વર્ષ દરમિયાન એનો મેળાપ બીજી ખોલીના કાયમી નિવાસી—જ ેને જ ેલ સત્તાધીશો ગાંડો માને છે—એવા રોગગ્રસ્ત પાદરીની સાથે થાય છે. આ પાદરી નાયકને માનસિક સધિયારો પૂરો પાડે છે, નવી ભાષાઓ શીખવામાં મદદ કરે છે અને છેવટે પોતાના મૃત્યુ પછીય નાયકને જ ેલમાંથી ભાગી છૂટવામાં મદદરૂપ સાબિત થાય છે. જ ેલમાં આ પાદરીની ગુપ્ત ખજાનાવાળી જ ે વાતોને ગાંડીઘેલી ગણાવવામાં આવી હોય છે એ જ ગુપ્ત ખજાનો નાયકને એના દોસ્તોને મદદ કરવામાં કે દુશ્મનોનો ખાતમો બોલાવવામાં ચાવીરૂપ બને છે. જુ દી જુ દી લાગણીઓના ઉતારચઢાવને વાંચતા કોઈ જગ્યાએ વાચકને ભાર નથી અનુભવાતો એ આ કથાનું જમાપાસું છે. કથાના અંતમાં લેખક પોતે જ ે કહે વા માંગે છે તે નાયકના પત્ર દ્વારા કહે છે: …તો, મારાં પ્રિય સંતાનો, સુખે રહે જો; અને એક વાત કદી ન ભૂલતાં કે ઈશ્વર માણસને ભવિષ્યના જ્ઞાનવાળો ન કરે , ત્યાં સુધી માનવ ડહાપણનો કુ લ સાર આ બે શબ્દોમાં સમાયેલો છે : ‘આશા અને ધીરજ’ શિલ્પા ભટ્ટ-દેસાઈ E-mail: 23shilpabhatt@gmail.com

રોમાંચક સમર્થ કળા

“ગમે તેવાં સંકટોમાં તથા છેક જ હતાશા ઘેરી વળી હોય ત્યારે પણ આશા અને ધીરજથી ટકી રહે નારને કંઈક રસ્તો મળી આવે છે એ પાઠ લેખક પોતાની રોમાંચક સમર્થ કળાથી આપણને બરાબર ઠસાવી દે છે. ...”

[પુસ્તકમાંથી]

274

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


સરહદ પરના વીરની કુ ષ્ઠરોગ સામેની વીરગાથા : માનવી ખંડિયેરો

દેશની

આઝાદી માટે કાકાસાહે બ અને કિશોરલાલ જ ેલમાં હતા ત્યારે તેમણે પેરી બરજ ેસ કૃ ત, સત્યઘટના આધારિત નવલકથા Who Walk Alone વાંચી. બંદીવાસમાં જ તેઓએ સાથે મળીને આ પુસ્તકનો માનવી ખંડિયેરો નામે અનુવાદ પણ કર્યો. ‘અનુવાદકોનું નિવેદન’માં કાકાસાહે બ અને કિશોરલાલ નોંધે છેૹ આમાં રોગીઓ પ્રત્યે દયા પેદા કરવાનો પ્રયત્ન નથી પણ કોઢીઓ[રક્તપિત્તગ્રસ્ત] પણ આપણા જ ેવા જ માણસ છે, અને બીજા મનુષ્યોના સહકાર, સમભાવ અને આદરના અધિકારી છે એ આમાં સ્વાભાવિક રીતે સિદ્ધ કરે લું છે. ભાવનાશીલ તથા નાજુ ક મનનાં માણસોને કોઢ અસ્વસ્થ કરી મૂકે છે. આ ચોપડીમાં કોઈને વિહ્વળ કરી મૂકે એવું લાગશે નહીં. ઊલટુ ં એક વીરગાથા વાંચ્યાની પ્રસન્નતા લાગશે.’ અને આ વીર એટલે નેડ. અમેરિકન સૈનિક નેડની આ કથા છે. આત્મકથા સ્વરૂપની છે. નેડ અમેરિકા તરફથી સ્પેન સામે યુદ્ધમાં જોડાયો. ત્યાંથી ફિલિપાઈન ગયો. કપ્તાનની આજ્ઞાથી એક સંદેશો પહોંચાડવા નીકળ્યો. રસ્તામાં ગોળીઓની ઝડી વરસી. નજીકના મકાનના દરવાજામાં પ્રવેશ્યો. ‘એ મુજી, એ તો કોઢ ઘર છે’ (કોઢ રક્તપિત્તના અર્થમાં છે. કોઢ અને રક્તપિત્ત—કુ ષ્ઠરોગમાં ફે ર છે.) ત્યાંથી ભાગ્યો, પણ માનવી ખંડિયેરો લેૹ પેરી બરજ ેસ અનુ.ૹ કાકા કાલેલકર, કિશોરલાલ ઘ. મશરૂવાળા સંક્ષેપકર્તા ઃ મહે ન્દ્ર મેઘાણી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર બીજી આવૃત્તિ ૹ 2013 ISBNૹ 81-7229-405-0 પેપરબૅક સાઇઝૹ 4.75 "×7" પાનાંૹ 12+132 • ૱ 25

ત્યારે ક્યાં ખબર હતી કે એને પણ ભવિષ્યમાં એમાં રહે વાનો વારો આવવાનો છે! નેડ ફિલિપાઈનના બેટમાં રહે તો હતો ત્યારે એક કુ ટુબ ં માં રહે વાનું થયેલું. કુ ટુબ ં ની યુવતી કારિટા સાથે તેને પ્રેમ થયો. એ ગાળામાં કારિટાના ભાઈને રક્તપિત્ત થયો હતો. નવ વર્ષ પછી નેડના શરીર ઉપર પણ તેનાં ચાઠાં દેખાયાં. બહુ મુશ્કેલીએ ઘણે દૂર દૂર જઈને તપાસ કરાવી ત્યારે નિદાન થયું કે એને પણ આ રોગ થયો છે. અલગ ટાપુ ઉપર અલાયદા ઘરમાં રહે વાનો સમય આવ્યો. જતાં પહે લાં એણે ઘરમાં માત્ર નાના ભાઈને જ જણાવ્યું. નાટક કર્યુંૹ ‘કાર દરિયામાં પડી. કારમાં એ હતો અને મૃત્યુ પામ્યો!’ આ બાજુ એકલા રહીને સારવાર કરાવવા માટે ઘણી હૉસ્પિટલો બદલાઈ. નેડ છેવટે કુ લિયન ટાપુ પર આવી પહોંચ્યો. રહ્યો. ત્યાં રક્તપિત્તગ્રસ્તો માટે ઘણાં કામ ઊભાં કર્યાં. કારખાનું ચાલું કર્યું. નાનકડા બાળક સાથે દોસ્તી થઈ અને સરસ મજાનું ઘર બનાવ્યું. આગળ જતાં પ્રેમિકા કારિટાને પણ રોગ થયો. એ નેડના ટાપુ ઉપર આવી પણ ખરી. એમનું લગ્ન થયું? વરસો પૂર્વે નેડ ટ્રેનમાં બેસીને ઘરે થી નીકળ્યો, ત્યારે સ્વપ્નું સાથે લઈને નીકળેલો, એક દિવસ સારો થઈને ઘરે પાછો ફરીશ. એ સ્વપ્ન સાકાર થયું? જવાબ માટે, વાંચો પુસ્તક. સંક્ષેપકાર તો પોતાને પણ આ રોગ થયો હતો. પુસ્તકના નિવેદનમાં તેમણે આ વાત લાગણીસભર રીતે મૂકી છે. સુરે શ સોની સહયોગ કૃ ષ્ઠયજ્ઞ ટ્રસ્ટ, હિં મતનગર-ઉદેપુર નૅશનલ હાઇવે, જિ. સાબરકાંઠા

‘કૃ ષ્ઠરોગના દર્દીઓની સેવા એ મારા જીવનનું અધૂરું કાર્ય છે.’

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

મો. ક. ગાંધી [રક્તપિત્તઃ રં ગીન સચિત્ર એટલાસ, નવજીવન]

275


મોહનદાસથી મહાત્માની સુંદર સફરનું રમણીય વર્ણન : પહે લો ગિરમીટિયો

‘સ્વપ્નો

મોહનદાસનાં પણ હતાં. એ સ્વપ્નો લઈને જ એ વકીલાતના અભ્યાસ માટે લંડન ગયો હતો. પણ જ્યારે એ નાતાલ આવ્યો ત્યારે બધાં જ સ્વપ્નો વેરવિખેર થઈ ગયાં હતાં. છતાં એ હાર્યો નહોતો. ે ાં સ્વપ્નો અડધાપડધા લૂછલ ે ા વાસણમાં ચોંટેલી તૂટલ મલાઈની જ ેમ હજુ પણ ચોંટેલાં હતાં. એ સ્વપ્નોને એ ફેં કી દેવા નહોતો ઇચ્છતો. એને ફરી રોપશે અને એમાંથી નવો ફાલ ઉગાડશે. માણસ જ્યારે દૂર દેશાવર જાય છે ત્યારે સાથે કેટલીક ચીજવસ્તુઓ સંતાડીને લઈ જાય છે. પોતાનાં વધ્યાંઘટ્યાં સ્વપ્નોની સાથે એણે પણ એમ જ કર્યું હતું. ત્યારે એની ઉંમર માત્ર ચોવીસ વરસ હતી. ચોવીસ વરસનો એ ફૂટડો યુવાન.’ આ ગદ્યખંડ વાંચીને ભાગ્યે જ કોઈ માની શકે કે આ અનુદિત કૃ તિનો અંશ છે. ગિરિરાજ કિશોરની હિં દી નવલકથા પહલા ગિરમીટિયાનો ગુજરાતીમાં સંક્ષેપ અનુવાદ કર્યો છે, મોહન દાંડીકરે . ૮૦૦ પાનાંઓમાં પથરાયેલી આ નવલકથાનો સંક્ષેપ પણ ૩૩ પ્રકરણો અને ૪૦૦ પાનાંઓમાં પથરાયેલો છે. જ ે મોહનદાસની મહાત્મા બનવા તરફની સફરને સુંદર રીતે વર્ણવે છે. આ નવલકથાની સમીક્ષા કરતાં દક્ષાબહે ન વિ. પટ્ટણીએ ‘ભૂમિપુત્ર’માં નોંધેલું છે કે ગિરિરાજ કિશોરે આઠ આઠ વર્ષ સુધી સતત સંશોધન કરીને આ સંશોધનાત્મક નવલકથા લખી છે. લેખકે ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના જીવનને કેન્દ્રમાં રાખીને જ આ પહે લો ગિરમીટિયો લેૹ ગિરિરાજ કિશોર સંક્ષેપ અને અનુવાદ : મોહન દાંડીકર પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર બીજુ ં પુનર્મુદ્રણૹ 2014 પેપર બેક સાઇઝ 4.75"x7" ISBNૹ 978-81-7229-409-0 પાનાંૹ 400 • ૱ 150

276

નવલકથા લખી છે. આ નવલકથામાંથી પસાર થતાં મોહનદાસ સાથે દક્ષિણ આફ્રિકામાં ઘટેલી અનેક જાણીતી-અજાણી ઘટનાઓ વિશે વિગતે વાંચવા મળે છે. સંશોધનના આધારે લખાયેલી આ નવલકથામાં આપણને ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો કે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ માં પણ વાંચવા મળ્યા ન હોય એવા પણ અનેક રસપ્રદ પ્રસંગો વાંચવા મળે છે. એવા ઘણા સંદર્ભો પણ મળે છે, જ ે ગાંધીજીવનની કેટલીક ખૂટતી કડીઓને મેળવી આપે છે. નવલકથા વાંચ્યા પછી પહે લું નિરીક્ષણ એ ઊપસે છે કે આ કથા ઘટનાપ્રધાન છે. આમાંની ઘણી ઘટનાઓનો ગાંધીજીના અગાઉ જણાવેલાં પુસ્તકોમાં ઉલ્લેખ મળે, પણ અહીં સવિસ્તર વર્ણવવામાં આવી છે. ગિરમીટિયા બાલાસુન્દરમ્‌નો કિસ્સો આપણે ગાંધીજીની આત્મકથામાં વાંચ્યો છે. આ નવલકથામાં એ સંદર્ભે રસપ્રદ વાત લખવામાં આવી છે: ‘બાલાસુન્દરમ્‌ના કિસ્સાથી ગાંધીભાઈનું નામ ગિરમીટિયાઓના હૃદયમાં જડાઈ ગયું હતું. એક ભારતીય મજૂ રને કાનૂની કવચ મળી ગયું હતું એક પણ પૈસાનો ખર્ચ કર્યા વિના. એનું શ્રેય લોકો ગાંધીભાઈને આપી રહ્યા હતા. મુંબઈના બારિસ્ટર હોય પછી ડર કોનો? એવું લોકો માનતા હતા. જોકે, ડર હતો, પણ હિં મત રાખવા માટે એ નામ એમને બજરં ગબલીના નામની જ ેમ કામ આપતું હતું— ભૂતપિશાચ નિકટ નહીં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ. મિ. બ્રાઉન એમને રાવણ કરતાં ઓછો શક્તિશાળી નહોતો લાગતો. એની બોડમાંથી બાલાસુન્દરમ્​્ને કાઢી લાવવાનું કામ કાં તો બજરં ગબલી કરી શકે કાં તો ગાંધીભાઈ કરી શકે. મોહનદાસ એમના મહાનાયક બની ગયા હતા.’ દક્ષિણ આફ્રિકામાં ગિરમીટિયાઓની કરુણ સ્થિતિનું વર્ણન આ નવલકથામાં ઠેકઠેકાણે મળી આવે [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


છે, જ ે આ નવલકથાનું મહત્ત્વ અને મૂલ્ય વધારી મૂકે છે. નવલકથામાં ગાંધીજીનાં અમુક ભાષણોના અંશોને પણ સમાવવામાં આવ્યા છે. ગાંધીજીએ તેમનું સૌથી ચર્ચિત પુસ્તક હિં દ સ્વરાજ લંડનથી આફ્રિકા પરત ફરતી વખતે કિલડોનન કેસલ નામના જહાજમાં લખ્યું હતું, એ જાણીતી વાત છે, પરં તુ એ પુસ્તક લખાયું ત્યારે ગાંધીજીના મનમાં કેવો ગજગ્રાહ ચાલતો હતો, તેનું વર્ણન ખૂબ જ સુંદર અને કલાત્મક રીતે આ નવલકથામાં કરવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાની લડતમાં ગાંધીજીને ગોપાલકૃ ષ્ણ ગોખલેની ખૂબ હૂંફ મળી હતી. લડત દરમિયાન દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની સ્થિતિ જોવા ગોખલે ત્યાં ગયા હતા. ગોખલેની દક્ષિણ આફ્રિકાની યાત્રા વખતનો એક સ્વદેશી ભાષા સંદર્ભેનો સૂચક કિસ્સો નવલકથાકારે નોંધેલો છે.

આ નવલકથામાં મોહનદાસના દક્ષિણ આફ્રિકાના નિવાસ અને આંદોલન દરમિયાન તેમના અનેક સાથીદારો, સહકાર્યકરોનો ઉલ્લેખ આવે છે અને તેમની સાથેના પ્રસંગો પણ ભરપૂર છે. જોકે નવલકથામાં ગાંધીજીના જાહે રજીવનને જ ેટલો ન્યાય મળ્યો છે, એટલો પારિવારિક જીવનને અપાયો નથી એમ જણાય છે, બની શકે કે નવલકથાકારે ગાંધીજીના અંગત જીવન કરતાં જાહે રજીવનને જ વધારે મહત્ત્વ આપવાનું મુનાસિબ માન્યું હોય. ગાંધીજીએ પોતાનાં લખાણોમાં પોતાની જાતને બહુ જ ન્યૂનતમ કરીને રજૂ કરી છે ત્યારે આવી નવલકથા તેમની મહાનતાને સમજવામાં બહુ ઉપયોગી નીવડી શકે છે. દિવ્યેશ વ્યાસ Email : divyeshvyas.amd@gmail.com 

ગંભીરસિંહજીએ ખૂબ મહે નત કરીને બીજા કોઈ લખી ના શકે એવું વિરલ પુસ્તક આપ્યું છે. ડૉ. ધીરુભાઈ ઠાકર (૧૯૧૮–૨૦૧૪), અમદાવાદ આ ગ્રંથ એક ઉત્તમ જીવનચરિત્ર છે. અહીં જ ેટલો ઇતિહાસ છે એટલી જ સાહિત્યિક રજૂ આત છે. નરોત્તમ પલાણ, પોરબંદર ‘ગાંધીજી, પ્રિન્સ રણજી અને ક્રિકેટ’ તથા ‘ગાંધીયુગના સત્યાગ્રહી, શિક્ષક, સંશોધક, સાહિત્યકારૹ રામનારાયણ ના. પાઠક’ લેખો થકી અને કદાચ એ પહે લાંથી પણ ‘नवजीवनનો અક્ષરદેહ’ના વાચકો ગંભીરસિંહ ગોહિલની સાહિત્યિક-સંશોધક-દૃષ્ટિથી વાકેફ હશે. ભાવનગરના મહારાજા કૃ ષ્ણકુ મારસિંહજી વિશેનું આ પુસ્તક તેમની ૧૪ વર્ષની સંશોધન અને મહે નતનો પરિપાક છે. ગુજરાતી સાહિત્ય પરિષદે વર્ષ ૨૦૧૨ની શ્રેષ્ઠ જીવનકથા તરીકે આ પુસ્તકને નવાજ્યું છે તો ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ વર્ષ ૨૦૧૨–૧૩ માટે જીવનકથાનાં પ્રકાશનોમાં આ પુસ્તકને પ્રથમ પારિતોષિક આપ્યું છે. કૃ ષ્ણકુ મારસિંહજી વિશેનાં ૬૦૦ ઉપરાંત પાનાં અને કલર ફોટા સહિત કુ લ ૪૦૦ જ ેટલા ફોટા સમાવતા આ જીવનચરિત્રની અન્ય ઉપલબ્ધિ એ છે કે તેમાંનું એક પ્રકરણ ધો.૮ના પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન પામ્યું છે. લેખકના પોતાના જ રાજવી પ્રકાશને પ્રસિદ્ધ કરે લા આ પુસ્તકના મુખ્ય વિક્રેતા તરીકે નવજીવન છે અને ગુજરાતી પ્રકાશનોમાં ઉત્તમ નમૂના રૂપ ઈ-બુક e-શબ્દ પર ઉપલબ્ધ છે.

મુખ્ય વિક્રેતા નવજીવન પ્રકાશન મંદિર સરનામું, ઇમેઇલ અને વેબસાઇટ માટે જુ ઓ આવરણ ૨

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

ઈ-બુક માટે સંપર્ક e-શબ્દૹ http://www.e-shabda.com/ Telૹ +91–79–67124222 • Faxૹ +91–79–30487400 Emailૹ Informationૹ info@e-shabda.com Sales: sales@e-shabda.com 277


આર્થિક વિચારનાં ભારતીય દવાર ખોલવા પ્રેરતું પુસ્તક : સંિ�પ્ત માનવઅર્થશાસ્ત્ર

ભારતીય

ચિંતન અને ભારતીય સમાજવ્યવસ્થાને કેન્દ્રમાં રાખીને અર્થશાસ્ત્રના વિચારોની રજૂ આત થઈ હોય, તેવું કોઈ પુસ્તક ખરું? નરહરિ દ્વારકાદાસ પરીખના ગાંધીજીની આર્થિક વિચારધારાથી પ્રેરિત આર્થિક વિચારોનું પુસ્તક સંક્ષિપ્ત માનવઅર્થશાસ્ત્ર એ આર્થિક વિચારધારાને ભારતીય ચિંતનના સંદર્ભમાં તપાસે છે. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત આ પુસ્તકના સંપાદક છે રમેશ બી. શાહ. નરહરિ પરીખના મતે ૧૯૩૦માં કિશોરલાલ મશરૂવાળાએ સૂચન કરે લું કેૹ ‘તમે અર્થશાસ્ત્ર પર એક પુસ્તક લખો તો. … પછી ૧૯૩૨માં મહે રઅલીએ પણ આ જ સૂચન કર્યું અને હં ુ આ પુસ્તક લખવા પ્રવૃત્ત થયો, નરહરિ પરીખ જણાવે છે કે : આ પુસ્તક લખતી વખતે અત્યારની અર્થવ્યવસ્થામાં જોવા મળતાં નીચેનાં અનિષ્ઠો નજર સામે રહ્યાં છે. ૧. દુનિયાભરમાં વ્યાપેલ ભયંકર બેકારી અને આર્થિક બિનસલામતી. ૨. મજૂ રોને અડધે પેટ ે રહે વું પડે તેવી કંગાળ રોજી. ૩. મજૂ રો પ્રત્યેનો અમાનુષી વર્તાવ ૪. (વધતી) આર્થિક અસમાનતા. ૫. યુદ્ધ માટેનાં શસ્ત્રો તથા ભોગવિલાસનાં સાધનો પાછળ ખર્ચાતી મૂડી. ૬. પ્રાથમિક જરૂરિયાતો (અનાજ, ઘી, ગોળનું જરૂર કરતાં વધારે ઉત્પાદન. ૭. આર્થિક પ્રવૃત્તિનો હે તુ લોકોની જરૂરિયાત સંતોષવાનો નહીં પણ નફો મેળવવાનો. ૮. અર્થવ્યવસ્થા પર સંક્ષિપ્ત માનવઅર્થશાસ્ત્ર લેૹ નરહરિ પરીખ સં.ૹ રમેશ બી. શાહ પ્રકાશકૹ ગૂજરાત વિદ્યાપીઠ પ્રથમ આવૃત્તિ ૹ 2004 પેપર બેક સાઇઝ: 5.5" x 8.5" ISBNૹ 81-86445-75-7 પાનાંૹ 18+326 • ૱ 125

278

નાણાપતિઓનો અંકુશ. ૯. માણસને જડ અને ગુલામ બનાવતાં યંત્રોનો વધતો ઉપયોગ. ૧૦. અન્યાયી અને લૂંટારું આંતરરાષ્ટ્રીય વેપાર. આ સમસ્યાઓના સંદર્ભે રજૂ થયેલા પુસ્તકમાં સૌપ્રથમ તો અર્થશાસ્ત્રનો અર્થ સમજાવવાનો પ્રયત્ન થયો છે. સાથે સાથે દેશકાળ પરત્વે અર્થશાસ્ત્રના નિયમો જુ દી રીતે વિચારવાની વિવેકબુદ્ધિ વાપરવાનો આગ્રહ થયો છે. પ્રથમ જરૂરિયાતોને સમજાવવામાં આવી છે. પછી સંપત્તિનો અર્થ સમજાવવામાં આવ્યો છેૹ ‘જ ે અર્થશાસ્ત્ર કોઈ પણ વ્યક્તિના કે રાષ્ટ્રના વિકાસ અથવા કલ્યાણની આડે આવે તથા જ ે એક દેશને બીજા દેશની લૂંટ ચલાવવાની છૂટ આપે તે અર્થશાસ્ત્ર અનીતિમય છે, પાપરૂપ છે.’ યંગ ઇન્ડિયા(૧૯૨૧)માં ગાંધીજીએ લખેલો આ લેખ માનવ અર્થશાસ્ત્ર લખવાના મૂળ પ્રેરણારૂપ શોધ છે. ૧૯૯૧થી ભારતમાં શરૂ થયેલ ઉદારીકરણ અને ખાનગીકરણના મુદ્દામાં બજારવાદ અને ઉપભોક્તાવાદ વધ્યો છે. ત્યારે માનવકલ્યાણની વિભાવના અને અર્થશાસ્ત્રની હકીકતો તથા મૂડીવાદના સમર્થકોએ ઊભા કરે લા પ્રેમનો તફાવત સમજવામાં મદદરૂપ થાય છે. સૌ જાણે છે કે વસ્તુઓ અને સેવાઓ માનવીની જરૂરિયાતો સંતોષવા માટે છે. એ સાધન છે, સાધ્ય નથી. પણ ઉપભોકતાવાદી સમાજમાં વસ્તુ અને સેવા મહત્ત્વની બની જાય છે અને જરૂરિયાતો ગૌણ. અર્થશાસ્ત્ર કહે છે કે માગ માટે ઉત્પાદન કરો પણ આજનો વેપારી કહે છે કે મેં જ ે ઉત્પાદન કર્યું તેની માગ સર્જો! અર્થશાસ્ત્રના અભ્યાસુઓ જાણે છે કે ઇચ્છાઓ તે જરૂરિયાત નથી! પણ નફા માટે કામ કરતાં મૂડીપતિઓ એવું તિકડમ ચલાવે છે કે માણસ ઇચ્છા ને જ જરૂરિયાત માનતો થઈ જાય છે અને તેની પાછળ દોડતો થઈ જાય છે. નરહરિ પરીખના માનવ અર્થશાસ્ત્રને વાંચીએ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


વિચારોમાં ગ્રાહક તરીકે ઉત્પાદક તરીકે, શ્રમિક તરીકે, માત્ર પોતાના લાભનો વિચાર કરવાનું શિખવાડવામાં આવે છે જ ેની સામે આ માનવ અર્થશાસ્ત્ર ‘બીજાનો વિચાર કરવાની સંવેદના જગાવે છે. અને એ જ સાચી ભારતીય સંસ્કૃતિ છે.

ત્યારે ઘણી વાર લાગે છે કે મૂડીવાદની તરફે ણ કરતા અર્થશાસ્ત્રીઓ ખરે ખર અર્થશાસ્ત્રીઓ છે કે નફાખોરી, સંગ્રહખોરી, શોષણ, ઇજારા જ ેવાં દૂષણોને ન્યાયી ગણાવવા મથતા તરફદારો! આ પુસ્તક ગાંધીજીના માનવકલ્યાણની એ સર્વોદયની ભાવનાવાળા અર્થશાસ્ત્રના એ સાર રૂપ પુસ્તક છે, જ ેમાં ભારતીયતા છે. પશ્ચિમના આર્થિક

કાર્તિકેય ભટ્ટ Email : bhattkartikey@yahoo.in 

યંત્ર પ્રત્યે યોગ્ય અભિગમ ઘડવાનું ભાથું : યંત્રની મર્યાદા

‘વિજ્ઞાન : આશીર્વાદ કે અભિશાપ’ વિષય શાળાના

નિબંધોથી લઈને પ્રખ્યાત ચિંતકોનાં પુસ્તકો સુધી બધે જ ચર્ચાયો છે. ૧૯મી સદીના પૂર્વાધમાં શરૂ થયેલી યંત્રો પાછળની દોટે આજ ે ૨૧મી સદીમાં ટેક્નૉલૉજીનું નામ ધારણ કર્યું છે. મોટાં મોટાં યંત્રોએ વીજાણુ સ્વરૂપ લીધું છે. યાંત્રિક વિકાસે વરાળ યંત્રથી લઈને પરમાણુ બૉમ્બ અને આજ ે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીની સફર કાપી લીધી છે. આ બધાની વચ્ચે ૧૯૪૦માં લખાયેલું પણ આજ ેય નામથી જ પ્રસ્તુત લાગે તેવું પુસ્તક યંત્રની મર્યાદા વિષયવસ્તુનું વિચારપૂર્વકનું ચિત્ર રજૂ કરે છે. નરહરિ દ્વારકાદાસ પરીખ લિખિત આ પુસ્તક એ માત્ર એક સંશોધનાત્મક નિબંધ નથી, યંત્ર પ્રત્યે યોગ્ય અભિગમ ઘડવાનું ભાથું પણ છે. નરહરિભાઈ પ્રથમ પંક્તિના ગાંધીજનોમાંના એક. તેમણે સરદાર વલ્લભભાઈ, મહાદેવભાઈ દેસાઈ અને યંત્રની મર્યાદા લેૹ નરહરિ દ્વારકાદાસ પરીખ પ્રકાશકૹ ગૂજરાત વિદ્યાપીઠ 1940માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું બીજુ ં પુનર્મુદ્રણૹ 2006 પેપર બેક સાઇઝ 4.75" x 7" ISBNૹ 81-86445-32-3 પાનાંૹ 16+160 • ૱ 20

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

કિશોરલાલ મશરૂવાળાના ચરિત્રલેખન ઉપરાંત ગાંધીજીનાં શિક્ષણ અને રાજનીતિના વિચારોને લઈને સામ્યવાદ અને સર્વોદય (૧૯૩૪) અને વર્ધા કેળવણીનો પ્રયોગ (૧૯૩૯) જ ેવાં પુસ્તકો પણ આપ્યાં છે. ગાંધીજીએ સમજાવેલા માનવતાવાદી અર્થશાસ્ત્ર ઉપરનાં તેમનાં પુસ્તકોમાં યંત્રની મર્યાદા (૧૯૪૦) ઉપરાંત માનવ અર્થશાસ્ત્ર (૧૯૪૫)નો પણ સમાવેશ થાય છે. પુસ્તક ત્રણ ખંડમાં વહેં ચાયેલું છે. પ્રથમ બે ખંડોમાં આ વિષય પરનું નરહરિભાઈનું મૌલિક ચિંતન છે. પ્રથમ ખંડની અનુક્રમણિકા જોતાં જ ખ્યાલ આવે કે તેમાંનું લખાણ માત્ર યંત્રના લાભાલાભની જ વાત નથી કરતું પણ યંત્રપ્રેરિત ક્રાંતિના આર્થિક, રાજકીય અને સામાજિક પાસાંઓને વ્યક્તિગત, કૌટુબિ ં ક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે સાંકળે છે. યંત્રની વ્યાખ્યા અને આરં ભથી લઈને આ ખંડમાં તેમણે ઔદ્યોગિક ક્રાંતિએ યુરોપ-અમેરિકાની જ ે દશા કરી તેનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. આ ઉપરાંત બેકારી, મજૂ રી અને શહે રી જીવનની કામદારોનાં શરીર, મન અને કૌશલ્ય પર થતી અસર, નાણાં અને કાચા માલનું અર્થશાસ્ત્ર, અને યંત્રપ્રેરિત ક્રાંતિના નિવાર્ય અને અનિવાર્ય અનિષ્ટો, વગેરે જ ેવાં પાસાંઓનું ઝીણવટભર્યું અવલોકન છે. પશ્ચિમની આ ક્રાંતિનું વરવું સ્વરૂપ 279


અભિગમ વાચકો સમક્ષ સુંદર રીતે મૂક્યો છે. ટેક્નૉલૉજી આજ ે લગભગ દૈનિક જીવનના દરે ક પાસામાં વણાયેલી છે. વખોડવા કે વખાણવા માટેના મુદ્દાઓ અનેક છે. સરકારની નીતિઓ પણ ટેક્નૉલૉજીને અનુલક્ષીને ઘડાય છે. એવામાં સમાજ ે યંત્રો વિશે નિર્ણયાત્મક તબક્કે પહોંચવા કરતાં પોતાનો અભિગમ ઘડવો વધુ જરૂરી છે. તાજ ેતરમાં જ અત્યંત મહત્ત્વાકાંક્ષી કંપની ‘સ્પેસ એક્સ’ અને ‘ટેસ્લા’ના સ્થાપક એલન મસ્ક દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે આચારસંહિતા (Code of Conduct)ની વાત રજૂ થઈ એ આ જ અભિગમ સૂચવે છે. આપણે સમજવાનું છે કે યંત્ર સાધન છે. સવાલ સાધ્યનો છે. અને એ સમજવા માટે યંત્રની મર્યાદા જ ેવાં અનેક પુસ્તકોનો આધાર લેવો અનિવાર્ય છે.

અને તેનું પૃથક્કરણ નરહરિભાઈએ પશ્ચિમના જ એચ. જી. વેલ્સ, હે નરી ફોર્ડથી લઈને ફ્રેડરિક ડબલ્યુ. ટેલર, આર. એલ. ક્રુડન જ ેવા લેખકો અને મેન ઍન્ડ મશીન્સ, વર્ક ઍન્ડ વેલ્થ, ધી મશીન સ્ટોપ્સ જ ેવાં પુસ્તકોને ટાંકીને સમજાવ્યું છે. બીજો ખંડ આપણા દેશમાં યંત્રોનું શું સ્થાન છે અને ક્યાં તેની મર્યાદા આંકવી જોઈએ તે સમજાવે છે અને આ મુદ્દાને દેશના વિવિધ ઉદ્યોગોના પરિપેક્ષ્યમાં મૂકે છે. ખેતી, ડેરી, ખાદ્યપદાર્થો, કાપડ, ખનીજ, વાહનવ્યવહાર, ગ્રામોદ્યોગ વગેરેમાં ઔદ્યોગિકીકરણનું સ્થાન-મર્યાદાની વાત લેખકે તાર્કિક રીતે મૂકી છે. ત્રીજા ખંડમાં આ વિષય પર ગાંધીજીના વિચારોનું સંકલન આપ્યું છે. હિં દ સ્વરાજના ‘સાંચાકામ’ પ્રકરણથી શરૂ થતાં આ ખંડમાં તેમણે બાપુનાં લેખો, ભાષણો, પુસ્તકો અને પત્રોમાં પ્રગટ થયેલા વિચારોમાંથી વીણીની પૂરાં ૩૨ પ્રકરણોમાં તેમનો વિષય પરનો સંતુલિત અને માનવતાવાદી

સોહમ પટેલ

Email : soham711@gmail.com 

યંત્રની મર્યાદા : બીજી આવૃત્તિનું નિવેદન “આ આવૃત્તિ પ્રગટ થાય છે તે વખતે બીજા વિશ્વયુદ્ધનો હત્યાકાંડ પૂરો થઈ ગયો છે. યંત્રની મજલ છેક અણુબોમ્બ સુધી પહોંચી છે. અને તે કેવો સર્વનાશ કરી શકે એમ છે તેની વાનગી દુનિયાને ચાખવા મળી છે. છતાં અત્યારે જ ે જૂ ઠાણું, ખટપટ, કાવાદાવા અને સંહાર કરવાની શક્તિમાં એકબીજાને ટપી જવાની હરીફાઈ ચાલી રહી છે તે જોતાં માણસની સાન હજી ઠેકાણે આવી હોય એમ લાગતું નથી. દુનિયાના બહુ મોટા ભાગ પર જ ે ભૂખમરો પ્રવર્તી રહ્યો છે, તે જોતાં યંત્રો મારફત બીજા પ્રમાણમાં ઓછા ઉપયોગી અથવા નકામા માલ બનાવવાની જ ે ધાલાવેલી ચાલી રહી છે તે કેટલી મિથ્યા છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે. યંત્રોની મદદથી જ ે ઔદ્યોગિક અને વેપારી હરીફાઈ ચલાવવાની ઉમેદ દરે ક રાષ્ટ્ર રાખી રહ્યું છે, તેમાં ત્રીજા વિશ્વયુદ્ધનાં બીજ રહે લાં છે.  એટલે યંત્રો ઉપર અંકુશ મૂકવાની વધારે માં વધારે જરૂર હોય તો તે આજ ે છે.” તા. ૧-૬-૧૯૪૭ [પુસ્તકમાંથી]

280

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


સામાજિક-આર્થિક જીવનના પરિવર્તનનું પરોઢ : ત્રીજુ ં મોજુ ં

અમેરિકાના લૉસ ઍન્જેલસ સ્થિત એલ્વિન ટોફલરે

સામાજિક ચિંતન શ્રેણી, ભવિષ્યદર્શનનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે. Future Shock, Third Wave અને Powershift. જ ેમાંથી ૧૯૭૦માં લખેલું પુસ્તક The Third Wave ખૂબ ચર્ચાયું છે. આધ્યાત્મિક ચિંતનો અને ભવિષ્યવાણીઓ વચ્ચે સામાજિક ચિંતન અને બદલાતી સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિઓની વાત કરતું આ પુસ્તક છે. ટોફલર માને છે કે દરિયાનાં મોજાંની જ ેમ સમયપ્રવાહમાં પણ મોજાં ઊઠે છે અને તે માનવજીવનને બદલે છે. જંગલો અને પર્વતોમાં રહે તો માણસ રાંધીને ખાતાં શીખ્યો, નદીકાંઠાનાં ખુલ્લાં મેદાનોમાં ખેતી કરતાં શીખ્યો અને કૃ ષિ ક્રાંતિ સર્જાઈ. ૧૮મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિનાં મોજાંએ માનવજીવન સભ્યતાસંસ્કૃતિમાં ધરમૂળમાંથી ફે રફાર કર્યો અને સમાજ સંસ્કૃતિ, શિક્ષણ, ધર્મ, રાજ્ય, ઉત્સવો બધું જ ઔદ્યોગિક ક્રાંતિથી પ્રભાવિત થયું! એલ્વિન ટોફલરને હવે માનવ સંસ્કૃતિના પરિવર્તનનું ત્રીજુ ં મોજુ ં ઊઠતું દેખાય છે. એક નવી સંસ્કૃતિ પાંગરવાનાં એંધાણ દેખાય છે અને ટોફલર તેને લક્ષણો સાથે વર્ણવે છે. ત્રીજા મોજાને સમજાવવા માટે ઔદ્યોગિક ક્રાંતિના બીજા મોજાની અસરોને વિગતે ચર્ચે છે અને ત્રીજા મોજા દ્વારા એમાં શાં પરિવર્તન આવશે તે સમજાવે છે. ટોફલર માને છે કે વિકરાળ ઔદ્યોગિકીકરણે પર્યાવરણના-સમાજના પ્રશ્નો ઊભા કરીને માત્ર ત્રીજુ ં મોજુ ં લેૹ એલ્વિન ટોફલર રજૂ આત ઃ કાન્તિ શાહ, પ્રકાશકૹ યજ્ઞ પ્રકાશન ચોથી આવૃત્તિ ૹ 2009 પેપર બૅક સાઇઝૹ 8.5 "×5" પાનાંૹ 156 • ૱ 40

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

શહે રને નહીં સૃષ્ટિને જ ખતમ કરી નાખી છે. આજ ે સૌથી મોટી કટોકટી સર્જાઈ છે, તે માનવ વ્યક્તિત્વની. માણસ પોતાની ખોવાયેલી જાતને શોધવા માટે સિનેમા, નાટક, નવલકથાઓ-જાતભાતની કળાઓમાં ભટકે છે. પણ પરિવર્તન માટે તલપાપડ માણસ પરિવર્તનથી જ ભડકે છે! બહુ ગાજ ેલી અને આકર્ષક લાગેલી આ ઔદ્યોગિક ક્રાંતિનાં ત્રણસો વરસમાં તો વળતાં પાણી થયા છે. ઔદ્યોગિક ક્ષેત્રની યંત્રવત્તા શિક્ષણ, સમાજ, રાજ્ય બધે જ પ્રસરી ગઈ છે. નિયમિતતા અને ઝડપની સાથે જડતા આવી ગઈ છે. પ્રદૂષણ અને ઊર્જા કટોકટીના પ્રશ્ન વિકરાળ બનવા લાગ્યા છે. આજ ે માનવ-સમાજ સામે જ ે પ્રશ્નો મોં ફાડીને ઊભા છે તેનો ઉકેલ આ વ્યવસ્થામાં રહીને આવી શકે તેવું છે જ નહીં. આ વ્યવસ્થા બદલવી પડશે. કારખાનાસંસ્કૃતિમાંથી બહાર આવવું પડશે. ટોફલર માને છે કે ખરી માનવસંસ્કૃતિ તો હવે પાંગરી રહી છે. ૧૯૫૫ની આસપાસ ત્રીજા મોજાની અસરો ઉદ્ભવવી શરૂ થઈ ગઈ છે. હવેનો નવો સમાજ આ ખતમ થઈ જનારા ઊર્જાના પુરવઠા પર આધારિત નહીં પણ સૂર્ય ઊર્જા, પવન ઊર્જા, જ ેવા વૈકલ્પિક અને સતત મળતાં ઊર્જાના સ્રોત્ર પર આધારિત હશે.સંદેશાવ્યવહારમાં પણ પરિવર્તન આવશે. કોઈ વિચાર પર એકાદ વ્યક્તિ કે સત્તાનો કાબૂ પૂરો થશે. નાનાં વર્તમાનપત્રો, નાનાં રે ડિયો સ્ટેશનો, અનેક કલાકારો–અનેક અભિવ્યક્તિઓ આધારિત સંદેશા-વ્યવહાર સર્જાશે. મનોરં જન ફરીથી વિકેન્દ્રિત થશે. માટે સરખા માનસ સર્જતી સરખી અભિવ્યક્તિ અને તેનું ‘કન્ડિશનિંગ’ ખતમ થશે! ટોફલરને દેખાતા પરિવર્તનમાં સમાજ પણ છે. સ્ત્રીનું સ્થાન બદલાય છે. માણસો ફરી ઘરઆંગણાના વ્યવસાયોમાં પ્રવૃત્ત થશે. સ્ત્રી ઘરે રહીને જ ે કામ કરે છે તેનું મૂલ્ય ગણવામાં નો’તું આવતું, તે ગણાતું થશે. કુ ટીરઉદ્યોગો ઇલેકટ્રૉનિક અને આધુનિક બનશે. એક રીતે ગાંધીજી, વિનોબાજીના આર્થિક-સામાજિક 281


ત્રીજુ ં મોજુ ં ભલે શક્યતા હોય પણ બીજા મોજાની ખામીઓ અને સમાજજીવન સંસ્કૃતિ પર પડેલી તેની અસરોની ચિંતા તથા ચિંતન સુપેરે ખીલ્યાં છે. કલ્યાણથી વિકાસની મથામણ કરતાં માનવસમાજને ગાંધીવિચાર સર્વોદયની અસરવાળા આ ત્રીજા મોજાની જરૂર છે. કાર્તિકેય ભટ્ટ

વિચારોની અહીં છાપ દેખાય છે. ત્રીજા મોજાની સંભાવનામાં ટોફલર છેલ્લે લખે છે કે આ નવાં પરિવર્તનો આવશે ક્યાંથી? આ બધું કરશે કોણ? આ નવી દુનિયાના સર્જક છીએ, ‘આપણે પોતે’. ટોફલરનું ત્રીજુ ં મોજુ ં આપણા સુધી યજ્ઞ પ્રકાશન દ્વારા કાન્તિ શાહ પહોંચાડે છે. ‘ભૂમિપુત્ર’માં છપાયેલી તેમની લેખમાળાને તેમણે પુસ્તક રૂપે પ્રગટ કરી છે.

Emailૹ bhattkartikey@yahoo.in

જિંદગીનો આસ્વાદ અને તેજાનો : સ્ટ્રે સ

સવારે વહે લાં ઊઠવાની મથામણ, ઑફિસે પહોંચવાની

ઉતાવળ, ટ્રાફિકની પળોજણ, ઑફિસના કામનું ભારણ, ટાર્ગેટ અચિવ કરવાનું દબાણ, ખાવાપીવામાં અનિયમિતતા, મોડી રાત સુધીનો ઉજાગરો, આખરે ઊંઘ. પછી વહે લી પડે સવાર. અને ફરીથી, સવારે વહે લાં ઊઠવાની મથામણ...., આ બધાં વચ્ચે કે આ બધાંના જ કારણે પરિવારને પૂરતો સમય નહીં આપી શકવાની મજબૂરી, વિકાસની ભરપૂર તકોની સાથે શહે રી જીવનની લાક્ષણિકતાનો પણ આપણને પરિચય છે. તેનાં પરિણામો—સારાં-નરસાં—ઘણાં છે. તેમાંનું એક તે સ્ટ્રેસ. તેને તકલીફ, સમસ્યા કે પીડા તરીકે નહીં જોતાં જીવનમાં આગળ વધવાની તક, પગથી કે ઇજન તરીકે લેવાની તરકીબ પૂરી પાડી જાય છે પુસ્તિકા સ્ટ્રેસ. ‘સ્ટ્રેસ’, ‘સ્ટ્રેસની અસરો’, ‘સ્ટ્રેસ જિંદગી માટે લાભદાયી છે ખરો?’, ‘સ્ટ્રેસનું નિવારણ’ અને ‘સ્ટ્રેસ રે સ્ટ્સ લેૹ ડૉ. શિવપ્રસાદ ત્રિવેદી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પહે લી આવૃત્તિનું પુનર્મુદ્રણ વર્ષ ઃ 2002 પેપરબેક સાઇઝૹ 5 "×7" ISBNૹ 81-7229-295-3 પાનાંૹ 4+48 • ૱ 15

282

હઠાવો’, એમ પાંચ વિભાગમાં તૈયાર કરાયેલી આ પુસ્તિકામાં કેટલીક જગ્યાએ હં મેશાં તાજી લાગે એવી, પ્રમાણિત અને વૈજ્ઞાનિક તથ્યો સાથેની માહિતી અપાઈ છે. સ્ટ્રેસથી દમ, સાંધાનો દુખાવો, હોજરીમાં ચાંદું, ડાયાબિટીસ અને હૃદયરોગ જ ેવા અનેક ભયંકર રોગો થઈ શકે છે, પરં તુ વૈજ્ઞાનિક સિદ્ધાંત મુજબ કોઈ પણ વ્યક્તિ સ્ટ્રેસ વિના જીવી શકે નહીં. આ વાત સમજાવતા લેખક ડૉ. શિવપ્રસાદ ત્રિવેદી જણાવે છે, ‘… તો શું સ્ટ્રેસ ખરાબ છે? ના રે ના. સ્ટ્રેસ એ તો જિંદગીનો આસ્વાદ છે. જીવનનો તેજાનો છે. માત્ર આપણું શરીર એને ઝીલવા તૈયાર રહે વું જોઈએ. જ ે બોજ એક જણને માંદલો બનાવે તે બીજા માટે ઉત્સાહદાયી અનુભવ પણ બની શકે.’ આધુનિક મનોવિજ્ઞાન પણ માને છે કે જીવનમાં સફળ થવા માટે સ્ટ્રેસ જરૂરી છે. આપણે સ્ટ્રેસને નિવારી શકીએ એમ નથી એવી સમજ આપવા લેખક કહે છે કે આનંદમાં પણ સ્ટ્રેસ થાય છે. આજની ભાગદોડભરી જિંદગી અને ‘ટાર્ગેટ અચિવ કરવામાં’ કુ ટુબ ં ને પૂરતો સમય નહીં આપી શકવાની વાસ્તવિકતા વચ્ચે સ્ટ્રેસ પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવીને તેના અતિશયપણા પર કેવી રીતે નિયંત્રણ લાવી શકાય તે માટે આ પુસ્તિકા કેટલીક પાયાની બાબતોથી સં. વાકેફ કરી જાય છે. [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


પાનાં પર પથરાયેલી જંગલબુક : વન્ય પ્રાણીસૃષ્ટિ

‘આમ

તો આપણો નાતો જંગલો સાથે વર્ષો પુરાણો છે, કારણ કે આપણો આદિમાનવ જંગલમાંથી જ આવેલો. આજ ે ગમે તેવા મોટા શહે રના બિલ્ડિંગમાં રહે તા હોઈએ પરં તુ આપણે કૃ ત્રિમ જંગલ, જ ેને બગીચાનું નામ આપ્યું છે, તેમાં લટાર મારીએ નહીં ત્યાં સુધી ગમે તેવાં ભૌતિક સુખો હોવા છતાં આત્મસંતોષ મળતો નથી.’ પુસ્તક વન્ય પ્રાણીસૃષ્ટિની પ્રસ્તાવનામાં લેખક કનૈયાલાલ રામાનૂજ ે લખેલી આ વાતમાં પુસ્તકનું, જંગલનું અને વન્યસૃષ્ટિનું મહત્ત્વ જણાઈ આવે છે. સૌને જંગલમાં જવું અને જંગલી પ્રાણી જોવા ગમે છે. પણ એ પ્રાણીઓને ઓળખવા કેમ? ઇન્ટરનેટના યુગમાંય આપણે આસપાસ જોવા મળતાં પાંચ પક્ષીઓનાં સરખાં નામ આપી શકતાં નથી. પછી જંગલી પ્રાણીઓને ઓળખવાની વાત તો ઘણી દૂર રહી. આપણી આ પ્રકૃ તિગત દયનીય સ્થિતિમાં મદદે આવે છે, આ પુસ્તક. આ પુસ્તક નાનું છે, પણ મજાનું અને મહત્ત્વનું છે. ૧૯૭૯માં લખાયેલા આ પુસ્તકની ઘણી માહિતી આજ ે કદાચ અજાણી ન પણ લાગે, પરં તુ જ્યારે વન્યસૃષ્ટિનો પ્રાથમિક પરિચય મેળવવાની વાત હોય ત્યારે આ પુસ્તક ઘણું કામનું સાબિત થાય છે. હવે તો મલ્ટી કલર પ્રિન્ટિંગનો યુગ છે. એટલે જંગલી જીવોના છટાદાર ફોટોગ્રાફ્સ સાથેનાં પુસ્તકોની કોઈ કમી નથી. પણ આવા દેખાવે રૂપકડાં લાગતાં પુસ્તકો ઘણી વખત માહિતી પિરસવામાં વામણા સાબિત થતાં હોય છે. વન્ય પ્રાણીસૃષ્ટિ લેૹ કનૈયાલાલ રામાનુજ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર બીજી આવૃત્તિ ૹ 1997 પેપરબેક સાઇઝૹ 5×7 ISBNૹ 81-7229-182-5 પાનાંૹ 186 • ૱ 40

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

તેની સામે બ્લૅક એન્ડ વ્હાઇટ યુગમાં આવેલું આ નાનકડુ ં પુસ્તક તેમાં અપાયેલી વિગત સમૃદ્ધિમાં આગળ નીકળી જાય છે. વળી, ગુજરાતી ગ્રંથવિશ્વમાં આ પ્રકારનો પ્રાણી-પરિચય રજૂ કરતું એ પ્રથમ પુસ્તક હતું, એટલે એ રીતે પણ તેનું ઐતિહાસિક મહત્ત્વ છે. પુસ્તકમાં કુ લ મળીને ૩૬ એવા સજીવોનો પરિચય છે, જ ે સામાન્ય રીતે આપણે પ્રાણીબાગમાં કે પછી જંગલમાં જોઈ શકતાં હોઈએ છીએ. એ સજીવોને ઓળખવા માટે ૪૪ ચિત્રો પણ છે. આપણાં દેશમાં હોવા છતાં દુર્લભ થઈ ગયેલા કેટલાક સજીવો છે, તો કેટલાક પરદેશી સજીવો પણ છે. મોટા ભાગે તો હરણના વિવિધ પ્રકારો છે. દરે ક પ્રાણીનો પ્રાથમિક પરિચય, તેનું ચિત્ર, તેનું રહે ઠાણ, પ્રજોત્પત્તિ ક્રિયા, ખોરાક એમ વિવિધ વિભાગો પાડીને માહિતી આપવામાં આવી છે. સાથે સાથે દરે ક પ્રાણીનાં વિવિધ પર્યાય નામો પણ આપવામાં આવ્યાં છે, જ ે સામાન્ય રીતે બીજાં પુસ્તકોમાં મળવા મુશ્કેલ છે. જ ેમ કે પહે લો જ પરિચય કસ્તુરી મૃગનો છે અને તેની સાથે તેનાં ત્રીસેક જ ેટલાં પર્યાય નામો આપેલાં છે! પુસ્તકની ભાષા અત્યંત સરળ છે. એટલે નાના બાળકથી માંડીને વડીલો સહિત સૌ કોઈને વાંચવામાં અગવડ પડતી નથી. વિવિધ પ્રાણીઓનાં ચિત્રો દોરીને કવર એ જમાના પ્રમાણે ઘણું આકર્ષક બનાવ્યું છે. પુસ્તક વાંચીને પ્રાણી-પક્ષી નિરીક્ષણ કરવાની ઇચ્છા થઈ આવે તો તેનું માર્ગદર્શન પણ પુસ્તકમાં પાછળ આપવામાં આવ્યું છે. કનૈયાલાલે દેશનાં જંગલો ફરીને દાયકાઓ સુધી વનસૃષ્ટિનો અભ્યાસ કરીને પુસ્તક લખ્યું છે, એટલે ઘણી એવી માહિતી છે, જ ે આજ ેય દુર્લભ લાગે! અને એટલે જ વન્યજીવનમાં રસ ધરાવતા સૌ કોઈએ આ પુસ્તક વાંચવું રહ્યું. લલિત ખંભાયતા Email : lalitgajjer@gmail.com

283


આશ્રમના જીવનમાં ચેતન અને રાષ્ટ્રીય જીવનમાં સ્ફૂર્તિનું સિંચન કર્યું તે પુસ્તિકા : મંગળપ્રભાત

‘જગતહિતની

અવિરોધી’ એવી દેશસેવા કરવા સારુ આશ્રમની સ્થાપના માટે જ્યારે ગાંધીજીની નજર દેશભરમાંથી આખરે અમદાવાદ પર જ ઠરી અને કોચરબ ગામે સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી ત્યારે આશ્રમજીવનની નિયમાવલિ ઘડીને તેને માટે જાહે રક્ષેત્રોમાંથી અભિપ્રાયો-ટીકા મંગાવ્યાં હતાં. નિયમાવલિમાં સત્ય, અહિં સા, બ્રહ્મચર્ય વગેરે સામેલ હતાં. અને એ વ્રતોના પાલનપૂર્વક જ પ્રારં ભે કોચરબ અને પછી સાબરમતીમાં ગાંધીજી અને અંતેવાસીઓનું આશ્રમીજીવન આરં ભાયું તે છેક દાંડીકૂ ચ પછી ગાંધીજીની ધરપકડ થઈ ત્યાં સુધી. પણ ૧૩ વર્ષના આ ગાળામાં કદીયે આ વ્રતોને—ગાંધીજીએ જ ેમ અલગ પ્રસંગે કહ્યું હતું તેમ ‘પાછલાને પ્રમાણભૂત માને એવું’—નક્કર સ્વરૂપ અપાયું નહોતું. એ સ્વરૂપ અપાયું તે તેમણે આશ્રમ છોડ્યો એ પછી,... ‘આશ્રમના જીવનમાં વધુ ચેતન રે ડવાની આવશ્યકતા છે એવી એકબે ભાઈઓ તરફથી માગણી’ થયા પછી. આ માગણીને અનુસરતા જ ેલમાંથી દર મંગળવારે સવારની પ્રાર્થના પછી એક પ્રવચન લખી મોકલવાનો તેમણે સંકલ્પ કર્યો. ‘એ સંકલ્પનું પ્રથમ ફળ તે સૌપ્રથમ વ્રતવિચારને નામે અને પછી મંગળપ્રભાતને નામે પ્રકાશિત આ પુસ્તિકા. અને આ વ્રતો તે સત્ય, અહિં સા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય (ચોરી ન કરવી), અપરિગ્રહ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહે નત, સર્વધર્મ સમભાવ, નમ્રતા અને સ્વદેશી. મંગળપ્રભાત લેૹ ગાંધીજી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ નું તેત્રીસમું પુનર્મુદ્રણૹ 2014 પેપરબેક સાઇઝૹ 4.75 "×7" ISBNૹ 978-81-7229-063-4 પાનાંૹ 48 • ૱ 10

284

પરં તુ, કેમ કે ગાંધીજી જ ેલવાસના આ ગાળામાં રાજદ્વારી કેદી છે માટે ‘રાજ્યપ્રકરણને લગતા વિષયોને ન છેડવાનો સંકલ્પ છે’ તેથી બધાં વ્રતો વિશે લખે છે પણ ‘સ્વદેશી’ વ્રત વિશે જ ેલમાંથી લખી ન મોકલતા બહાર આવ્યા પછી લખે છે અને ‘નમ્રતા’ માટે લખે છે ત્યારે ‘આને વ્રતોમાં નોખું સ્થાન ન હોઈ શકે. ... નમ્રતા કેળવવાથી આવતી નથી. તે સ્વભાવમાં આવવી જોઈએ.’ આમ કહી અન્ય વ્રતો કેળવવાની જરૂરિયાત પર અને નમ્રતાની અનિવાર્યતા પર ભાર મૂકે છે. ગાંધીજી જ્યારે આ બધાં વ્રતોની વાત કરે છે ત્યારે આ વ્રતો છેવટે ‘સત્ય અને અહિં સાના ગર્ભમાં રહ્યાં છે’ એમ જણાય છે. દા.ત. સત્ય અંગેની વાત કરતા ક્યાંક આવી પહોંચે ત્યારે કહે છે કે ‘...પણ હવે આપણે લગભગ અહિં સાને કાંઠ ે આવી પહોંચ્યા’ કે પછી બ્રહ્મચર્યની વાત કરતા એક બિંદુએ પહોંચે ત્યાં કહે છે કે ‘આપણે બધી ઇન્દ્રિયોને એકસાથે વશ રાખવાનો અભ્યાસ પાડીએ તો જનનેન્દ્રિયને વશ રાખવાનો પ્રયત્ન તુરત સફળ થઈ શકે. આમાં મુખ્ય વસ્તુ સ્વાદેન્દ્રિય છે....’ અને પછી અસ્વાદની વ્રતની વાત માંડ ે છે. આમ, વ્રતવિચારની વાત કરતાં ગાંધીજીની સહજ સ્ફુરિત અભિવ્યક્તિ બધાં વ્રતોને કુ દરતી રીતે એકબીજા સાથે જોડી આપે છે. વ્રતની આવશ્યકતા વિશે પણ આ પુસ્તિકામાં એક પ્રકરણ છે. પ્રસ્તાવનામાં કા. કા. લખે છે, ‘આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફે લાયું હતું તે સમયે જ ે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂર્તિ અને ધાર્મિકતાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યું એમ આપણે માનીએ તો તેમાં જરા સરખી પણ અતિશયોક્તિ ખરી?’ સં.

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


એક પિતાએ પુત્રીને કરાવેલું ‘વિશ્વરૂપદર્શન’ : જગતના ઇતિહાસનું સંિ�પ્ત રેખાદર્શન

મારું

હિં દનું દર્શન, જગતના ઇતિહાસનું રે ખાદર્શન અને મારી જીવનકથા એ પંડિત જવાહરલાલ નેહરુનાં ત્રણ જગપ્રસિદ્ધ પુસ્તકો છે. મૂળ રૂપે અંગ્રેજીમાં લખાયેલાં આ પુસ્તકોનો ગુજરાતી અનુવાદ નવજીવન ટ્રસ્ટે સૌપ્રથમ ૧૯૫૬માં પ્રકાશિત કર્યો હતો. ચાર વખતના પુનર્મુદ્રણ પછી વર્ષ ૨૦૧૪માં આ ત્રણેય પુસ્તકો પુન:પ્રકાશિત કરાયાં છે. જગતના ઇતિહાસનું રે ખાદર્શન મૂળે ઘણું મોટુ ં પુસ્તક હશે. સંક્ષિપ્ત રે ખાદર્શન ૬૮૮ પાનાંનું પુસ્તક છે અને તે ‘વિદ્યાર્થીઓની ઉપયોગિતા’ માટે પ્રકાશિત કરવામાં આવ્યું છે. મૂળ પુસ્તક પંડિતજીએ જ ેલમાંથી પુત્રીને પત્રો રૂપે લખ્યું હતું. તેમાં સ્વાભાવિક રીતે થોડીક અંગત બાબતો આવી જાય; જ ે વિશે પંડિતજીએ લખ્યું છે : ‘આ પત્રો અંગત સ્વરૂપનાં છે. એમાં ઘણા ઉલ્લેખો બહુ જ અંગત છે અને તે કેવળ મારી દીકરીને ઉદ્દેશીને જ કરવામાં આવ્યા છે તેનું શું કરવું એની મને સમજ પડતી નથી. કેમ કે સારી પેઠ ે જહે મત ઉઠાવ્યા વિના તે કાઢી નાખી શકાય તેમ નથી. એથી કરીને હં ુ તેમને જ ેમના તેમ રહે વા દઉં છુ .ં ’ આખી પત્રમાળા પ્રાચીન સંસ્કૃતિઓથી શરૂ થાય છે અને ગ્રીસ, પ્રાચીન હિં દ, ચીન, ઇરાન, ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, દેવાનાંપ્રિય અશોક, રોમ સામ્રાજ્ય, ઈસુ અને ખ્રિસ્તી ધર્મ, હુણો, ઇસ્લામનો ઉદય, અમેરિકાની માયા સંસ્કૃતિ વગેરેથી લઈને દુનિયાના ઘણા બધા દેશો, બધી સંસ્કૃતિઓ, ક્રાંતિઓ અને મોટાં યુદ્ધો, આંતરવિગ્રહો, વિચારધારાઓ અને જગતના ઇતિહાસનું સંક્ષિપ્ત રે ખાદર્શન લેૹ જવાહરલાલ નેહરુ સં. અને અનુ.ઃ મણિભાઈ ભ. દેસાઈ

પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પુનઃપ્રકાશનઃ 2014 પાકું પૂઠુૹં 5.5 × 8.5 ISBN : 978-81-7229-316-1 પાનાંૹ 688 • ૱ 450

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

વિચારકો એમ ચારે કોર અથવા તો કહોને, દશે દિશાઓમાં ફરી વળે છે. અલાહાબાદથી, મસૂરીમાં રહે તી દીકરીને, તેમણે પત્રો લખ્યા હતા. [જુ ઓ પાના નં.—] જ ે દીકરીને ગમ્યા હતા એમ યાદ કરીને આ વધુ પત્રો લખાયા છે. પત્રમાળાનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં શરૂઆતમાં જ લખાયું છે : ‘તું હં મેશાં એટલું યાદ રાખજ ે કે દુનિયાની જુ દી જુ દી પ્રજાઓમાં આપણે ધારી લઈએ છીએ તેટલી બધી ભિન્નતા કે તફાવત નથી. નકશાઓ કે નકશાપોથીઓ જુ દા જુ દા દેશોને ભિન્ન ભિન્ન રં ગોમાં દર્શાવે છે. બેશક, પ્રજાઓ એકબીજાથી ભિન્ન છે ખરી પણ તેમનામાં પરસ્પર સામ્ય પણ ઘણું જ છે. આ વસ્તુ આપણે બરાબર લક્ષમાં રાખવી જોઈએ અને નકશાઓના રં ગોથી કે રાષ્ટ્રોની સરહદોથી ભોળવાઈ જવું જોઈએ નહીં.’ અશોક પ્રત્યે તેમને ઘણો આદર છે. પરં તુ તે રાજા હતો અને હવે રાજાશાહીને ઠોકર મારીને આઝાદી તરફ ગતિ કરવાની છે, તેથી નેહરુ લખે છે : ‘રાજા મહારાજાઓને ઉતારી પાડવાનો મને જરા વધારે પડતો શોખ છે. પ્રશંસા કે આદર કરી શકાય એવું એમની જાતમાં મને કશુંય દેખાતું નથી. પરં તુ આપણે એક એવા પુરુષની વાત કરવાના છીએ કે જ ે રાજા અને સમ્રાટ હોવા છતાંય મહાન અને પ્રશંસાને પાત્ર હતો.’ આઝાદીની લડત ચાલી રહી છે જ ેના ભાગરૂપે હજારો લોકો હસતે મોંએ જ ેલમાં જઈ રહ્યા છે ત્યારે નવા દેશને અને નવી પેઢીને ઘડવા માટે વિશ્વની, વિશ્વની સંસ્કૃતિઓની, વિવિધ વિચારસરણીઓની સમજ અનિવાર્યરૂપે જોઈશે એ વાત સમગ્ર લખાણમાંથી નિષ્પન્ન થતી રહે છે. આપણે જાણીએ છીએ કે જવાહરલાલ નેહરુ એક ઇતિહાસકાર ન હતા. તેઓ તો આઝાદીના લડવૈયા હતા અને પછી આઝાદ દેશના ઘડવૈયા હતા. તેમ છતાં તેમાંથી સમય કાઢીને પોતાના બાળકને ઉત્તમ તાલીમ આપી શકાય તેની 285


એટલી જ બેહૂદી છે એ વસ્તુ સૌ કોઈ કબૂલ નહીં કરે ’. આ પછી પણ એટલું તો લખે જ છે કે ‘મેં તો તને માત્ર આછી રૂપરે ખા જ આપી છે. આ કંઈ ઇતિહાસ નથી એ તો આપણા લાંબા ભૂતકાળની ઊડતી ઝાંખી જ છે.’ ભારતની પ્રજામાં ઇતિહાસદૃષ્ટિ નથી, ઇતિહાસની સાચવણી નથી, ગૌરવ પણ નથી—એ ફરિયાદો પરાપૂર્વથી થતી આવી છે. તેમાં ઘણું બધું તથ્ય પણ છે. આપણે તે પછી પણ આ બાબતે સુધર્યા નથી. આ વાતાવરણ અને આ પરં પરામાં નેહરુ પુત્રી ‘પ્રિયદર્શિની’ને વિશ્વઇિતહાસનું જ ે દર્શન કરાવે છે તે અપવાદરૂપ ઘટના જ ગણાવી શકાય. વડીલોની એ ફરજ બને છે કે દુનિયાની ઘટનાઓ તેઓ બાળકોને વાર્તારૂપે પણ પીરસતા રહે . નેહરુમાંથી આ સંદેશ ગ્રહણ કરીને આગળ વધવાનું આપણે કરીશું ખરા?

જોગવાઈ કરવાની અદ્ભુત રીત આ પિતાએ શોધી કાઢી છે. જ ેમાંથી બીજા કેટલાય નાગરિકોનું ઘડતર થયું હશે. નેહરુ પુત્રીને કહે છે, ‘ઇતિહાસના વિષયમાં જો તને રસ પડે, ઇતિહાસને માટે તને જો આકર્ષણ હોય તો વીતી ગયેલા યુગોના તાણાવાણા ઉકેલવામાં મદદરૂપ થાય એવાં ઘણાં પુસ્તકો તને મળી રહે શે. પરં તુ માત્ર પુસ્તકો વાંચવાથી જ કશોય અર્થ નહીં સરે .’ ઇતિહાસ વાંચીને સમજવામાં સામાન્ય લોકો અને ક્યારે ક ભણેલા પણ જ ે ભૂલો કરે છે તે તરફ લાલબત્તી ધરતાં તેઓ કહે છે : ‘જાણે તેઓ આજ ે જીવતા હોય અને આપણે વિચારીએ છીએ તેમ વિચારતા હોય એ રીતે પ્રાચીન કાળના લોકો વિશે નિર્ણય બાંધવો એ સાવ બેહૂદું છે. … આજનાં ધોરણોથી આપણે ભૂતકાળની કસોટી ન કરી શકીએ એ વસ્તુ સૌ કોઈ કબૂલ કરશે. પરં તુ ભૂતકાળનાં ધોરણોથી વર્તમાનકાળની કસોટી કરવાની ટેવ પણ

ડંકેશ ઓઝા Emailૹ dankeshoza20.gmail.com 

એક પિતાના પુત્રીને એક ચાચાના દેશભરનાં બાળકોને અને એક વડા પ્રધાનના પોતાના દેશબાંધવોને લખાયેલા પત્રો એટલે ઇન્દુને પત્રો નિમિત્ત ઉનાળાની રજાનું અને સંબોધન વહાલી દીકરીનું પણ ક્યારે ય પણ અને કોઈને પણ વાંચવા જ ેવા પત્રો એટલે ઇન્દુને પત્રો 1928ના અરસામાં લખાયેલા 1944માં સૌપ્રથમ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલા અને માત્ર ત્રણ જ વર્ષમાં જ ેની 5000 ઉપરાંત નકલો વેચાઈને આઝાદીના વર્ષમાં બીજી 5000 નકલો સાથે પુનર્મુ�દ્રત પુસ્તક એટલે ઇન્દુને પત્રો

_ 100 286

નવા લેઆઉટ અને ટાઇપસેટિગ ં સાથે. . . [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીનાં પુત્ર-પુત્રવધુઓને પત્રોનો સંચય ઃ જ્યાં રહો ત્યાં મહે કતા રહો

ગાંધીજીએ

પોતે પોતાનાં સંતાનોના વિકાસ માટે શું શું કર્યું, કેવી રીતે કર્યું, તે માટે તેમણે કેવા યત્નો કર્યા તેનો ઉલ્લેખ તેમણે પોતે જાતે ક્યાંય કર્યો નથી. એ જ કારણસર બહુ મોટો સમુદાય એમ પણ માને છે કે ગાંધીજીએ તેમનાં સંતાનો માટે કશું જ કર્યું નથી. નીલમ પરીખ સંપાદિત પુસ્તક જ્યાં રહો ત્યાં મહે કતા રહો આ માન્યતાનો પ્રેમસભરનિવારણ કરતો જવાબ છે. આ પુસ્તકમાં તેમણે ગાંધીજીએ પોતાનાં પુત્રોપુત્રવધૂઓને લખેલા શક્ય તમામ પત્રો સમાવ્યા છે. કુ ટુબ ં વ્યવસ્થાનું ગાંધીજીને મન બહુ મોટુ ં મહત્ત્વ છે. ગાંધીજી કુ ટુબ ં ને ‘ઈશ્વરરચિત સંસ્થાન’ તરીકે ઓળખાવે છે. કુ ટુબ ં ીજનો સાથેના પત્રવ્યવહારમાં મહાત્મા ગાંધી પિતા, સસરા અને દાદા તરીકે છે. પુત્રો-પુત્રવધૂઓમાં હરિલાલ અને તેમનાં પત્ની ગુલાબબહે ન (ચંચી), બીજા મણિલાલ અને સુશીલા, ત્રીજા રામદાસ અને નિર્મળા (નીમુ) અને છેલ્લા દેવદાસ અને લક્ષ્મી, પૌત્ર-પૌત્રીઓમાં રામી, સીતા, અરુણ, ઇલાને સંબોધેલાં છે. પુસ્તકમાં ચાર મુખ્ય પ્રકરણો છે. તેમાં ચારે ય પુત્ર-પુત્રવધૂઓને લખેલા ૨૯૦ જ ેટલા પત્રો છે. ગાંધીજીએ સસરા અને પિતા તરીકે કેટકેટલી નાની બાબતોમાં રસ લીધો છે તેનાં અનેક ઉદાહરણો મળી આવે છે. જ ેમ કે, કાંતિને સારુ મેલિન્સ ફૂડ વાપરો છો એ મને ઠીક નથી લાગતું, પરદેશી એક પણ વસ્તુ હિં દુસ્તાનમાં વાપરવી તેને હં ુ પાપ સમજુ ં છુ … ં આ અગાઉ તેવી વસ્તુઓ વિના આપણે ઊછરતા હતા. પુત્રવધૂઓને પત્ર લખતાં ગાંધી લખે છેૹ ‘મોટેરાંઓ બેઠા પરણેલાં છોકરાંઓ એકબીજાને કાગળ ન લખી જ્યાં રહો ત્યાં મહે કતા રહો લેૹ નીલમ પરીખ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 2004માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું બીજુ ં પુનર્મુદ્રણ વર્ષઃ 2012 પેપરબૅક સાઇઝૹ 4.75"×7" ISBNૹ 978-81-7229-336-9 પાનાંૹ 30+236 • ૱ 80

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

શકે એ સારો રિવાજ નથી, હિં દુ સંસારમાં ખરું જોતાં તો છોકરીની કેળવણી પરણ્યા પછી જ પતે છે.’ ‘તમે મંગાવેલી ચોપડીઓ મોકલાઈ ગઈ છે. તેના પૈસા તુરંત મોકલી દેજો. આશ્રમમાં ઉધાર ખાતાં ના રખાય કેમ કે તેની પાસે ખાનગી મિલકત નથી.’ ‘તમારો ખર્ચ કે તમારાં ટાપટીપ એવા ના રાખશો કે જ ેથી તમે બીજાના દ્વેષને પાત્ર થાઓ.’ ગાંધીજીએ તેમની દરે ક પુત્રવધૂને એક માતાની જ ેમ વાત્સલ્યથી આદર્શ ગૃહિણીના પાઠ શીખવ્યા હતા. શ્રીમંત કુ ટુબ ં ની દીકરીને પણ મોટા ઘરને—આશ્રમને શોભે તે રીતે ગૃહસ્થાશ્રમમાં પળોટી હતી. ગાંધીજીના પત્રોનું વિષયવૈવિધ્ય ધર્મ, આચાર, આહાર, વિનય, આશ્રમ-સંચાલન, શ્રમ, પોષણ, શિક્ષણ, આરોગ્ય, બાળઉછેર, સ્વાસ્થ્ય, હિન્દી પ્રચાર, અક્ષરસુધારણ, પ્રવાસ, ગીતાપ્રવચન, કુ ટુબનિય ોજન, ં બ્રહ્મચર્ય, પ્રાર્થના, જ ેવા વિષયોને આવરી લે છે તો સાથોસાથ જ ેલજીવન, ખેડૂતનું જીવન, સ્વેચ્છાએ સ્વીકારે લી ગરીબીનું મહત્ત્વ અને ગૌરવ, આભૂષણનો ત્યાગ, સાદગી, વિદેશી વસ્તુઓનો ત્યાગ, પત્રકારત્વ, ખાદીનું કામ જ ેવા વિષયો પણ સમાવી લે છે. લેખિકા કહે છે તેમ, પત્રોમાં ક્યાંય લાગણીવેડા નથી. તેમ છતાં, અપૂર્વ વાત્સલ્ય છે, સ્વસ્થચિંતન છે અને બકી ભરી લેવાનું મન થયું છે તો એ પણ છુ પાવ્યા વગર લખ્યું છે. ગાંધીજીની તળપદી ભાષા અનેક ઠેકાણે અનેરો આનંદ આપી જાય છે. એક પિતાના આગ્રહોને સંતાનો હુકમ માનવાને બદલે સમજપૂર્વક અમલમાં મૂકે તે માટે કરે લા સઘન પ્રેમાળ પ્રયાસોનો આ દસ્તાવેજ છે. વર્તમાન સમયમાં જ ે ઝડપથી કુ ટુબ ં તૂટી રહ્યાં છે અને વારસાગત મૂલ્યોને પેઢી દર પેઢી જાળવવાં મુશ્કેલ થઈ રહ્યાં છે ત્યારે ગાંધીજીના આ પત્રોનું પુસ્તક દીવાદાંડી સમું બની રહે છે. પુનિતા હર્ણે

Emailૹ punitaharne@yahoo.co.uk

287


ટાગોરે યુરોપમાં આપેલાં વ્યાખ્યાનોનો ભારતે અત્યારે લેવાનો બોધ : રાષ્ટ્રવાદ

ભારતના

સ્વતંત્રતા આંદોલન દરમિયાન કદાચ પહે લી વાર ભારતવાસીઓ એક સંગઠિત સ્વરૂપે પ્રગટતા થયા અને આજ ે પણ એ પ્રક્રિયા નિરં તર ચાલુ છે. ભારતમાં રહે લું સામાજિક વૈવિધ્ય, તેમાં રહે લી અનેક જીવનરીતો અને જીવનને ધારણ કરતી આસ્થાઓ પ્રચંડ પડકાર ઊભી કરનારી છે. અન્ય રાષ્ટ્રોથી બહુ વિલક્ષણ છે તેનું આ માળખું, પણ તેથી તે રાષ્ટ્રની એકતાને તોડનારું છે એવું માની ન શકાય. અલબત્ત, ગરજ હોય છે તેના રાષ્ટ્રવાદના મર્મને પામવાની. ગાંધીજી ૧૯૧૫માં ભારત પાછા વળ્યા અને તેમનામાં રહે લો સ્વતંત્રતા આંદોલનનો ખ્યાલ દેશવ્યાપ ધરતો ગયો. તેમના આ આંદોલન પહે લાં આપણે જ્યાં જ ેમ સરસ્વતીચંદ્ર પ્રગટ થઈ ચૂકી હતી અને બંગાળમાં ગોરા (૧૯૧૦) અને ઘરે બાહિરે (૧૯૧૬) જ ેવી નવલકથા પ્રગટ થઈ હતી. ગોરા, ઘરે બાહિરે ના સર્જક રવીન્દ્રનાથ ટાગોર હતા. પછીનાં વર્ષોમાં જ ે વધુ સ્પષ્ટ રીતે સમજાયું. તેની ઘણી વિચારઘન સામગ્રી આ બે નવલકથામાં વણાયેલી છે. ગાંધીજીના આંદોલનથી રાષ્ટ્ર તેની સ્વતંત્રતા માટે ઉદ્યુત થયું. તેની સમાંતર, પણ સાવ પોતીકી રીતે રવીન્દ્રનાથ ટાગોરે જાપાન અને અમેરિકાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રવાદને વ્યાખ્યાતિ કર્યો હતો. ૧૯૧૬નાં તે વ્યાખ્યાનો છે. પ્રથમ વિશ્વયુદ્ધ(જુ લાઈ ૧૯૧૪થી નવેમ્બર ૧૯૧૮)ના દારુણ ઘટનાક્રમો વચ્ચે તેમણે જાપાન અને અમેરિકાના લોકોને અને પછી ‘હિં દમાં રાષ્ટ્રવાદ (રવીન્દ્રનાથના રાષ્ટ્રવાદ પરનાં ત્રણ વ્યાખ્યાનો) અનુવાદ : ત્રિદીપ સુહૃદ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પહે લી આવૃત્તિ ૹ 2017 પેપર બેક સાઇઝઃ 6x9 ISBNૹ 978-81-7229-813-5 પાનાંૹ 80• ૱ 100

288

રાષ્ટ્રવાદ’ હે ઠળ ભારતના લોકોને સંબોધ્યા છે. જાપાન અને અમેરિકાને સંબોધતી વેળા તેઓ વિશ્વયુદ્ધની વિગતો આપી તેની છણાવટ કરવામાં પોતાના ચિંતનને અને રાષ્ટ્રવાદના વિચારને રોકતા નથી. તેઓ સરહદોમાં બંધાઈ જતાં રાષ્ટ્રવાદના પુરસ્કર્તા નથી, બલકે વૈશ્વિક માનવતા અને સમાજને સમાવતા રાષ્ટ્રવાદના પુરસ્કર્તા છે. આ સમય જ યાંત્રિકીકરણ આધારિત ઔદ્યોગિક અને સામાજિક ક્રાન્તિનાં પગરણનો હતો. એ સમય યુરોપની ભૂમિથી પ્રસરતી બેકાબૂ રાજકીય સંસ્કૃતિનો હતો. આ બંને વાના માનવ અને માનવસમાજને કેવા આઘાતક પડાવો તરફ લઈ જઈ શકે તેની તીવ્ર માનવકરુણાસભર ચિંતા ટાગોર કરે છે. મૂળ અંગ્રેજીમાં જ ે ઉપલબ્ધ હતું તે પુસ્તક ઠેઠ હમણાં ત્રિદીપ સુહૃદ વડે અનુવાદ પામ્યું છે. તેઓ તેમના નિવેદનમાં જ ે સવાલ કરે છે તેનો જવાબ કોણ આપે, કોણ આપી શકે તેનો જવાબ મેળવવો અધૂરો રાખીએ. તેમનો સવાલ છે. ‘જ ેમ અનુવાદ કરવો તે સાંસ્કૃતિક વિકલ્પ છે તેમ અનુવાદ ન કરવો તે પણ એક સાંસ્કૃતિક પસંદ છે. ગુજરાતે શા કારણે રાષ્ટ્રવાદનો અનુવાદ ન કર્યો તેની ચર્ચા કરવાનો અહીં અવકાશ નથી, પણ તેની નોંધ લેવાય તે પૂરતું છે.’ અનુવાદક જ ે કહી રહ્યા છે તે વર્તમાન સંદર્ભમાં આ પુસ્તક વાંચતાં તેમની પણ એક પ્રકારની ‘વાચના’ બની રહે તેમ છે. આ ત્રણ વ્યાખ્યાનો દરમિયાન તેઓ રાષ્ટ્રવાદને જાણે એક મૂળ કેન્દ્ર ધારી ત્યાંથી વર્તુળો સુધી વિસ્તરી પાછા વળે છે, ધરી રૂપ બોધ માટે ‘પૂર્વ એશિયાનો આગવો પથ’ રહ્યો છે. તે પોતાની સંસ્કૃતિનું ઘડતર કરી રહી છે. આ સંસ્કૃતિ રાજકીય નહીં પણ સામાજિક છે, ભક્ષણ કરનારી અને યાંત્રિકપણે કાર્યદક્ષ નહીં પણ આધ્યાત્મિક છે. તેનાં મૂળ માનવજાતનાં ઊંડા અને ભાતીગળ સંબંધોની ભૂમિમાં છે.’ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


સમયમાં વાંચી શકાય તેવું તેઓ કહે છે.)—‘સાંપ્રત હિં દમાં મોટા ભાગના રાષ્ટ્રવાદીઓનું સામાન્ય મંતવ્ય છે કે અમો સામાજિક અને આધ્યાત્મિક આદર્શોની પરિપૂર્ણતાને આરે આવી પહોંચ્યા છીએ, સમાજઘડતરનું કાર્ય તો અમારા જન્મનાં હજારો વરસ પહે લાં થઈ ચૂક્યું છે અને હવે અમો તમામ કાર્યશક્તિને રાજકીય દિશામાં પ્રવૃત્ત કરવા મુક્ત છીએ. અમારી સાંપ્રત નિઃસહાય હાલત માટે અમારી સામાજિક ક્ષતિઓ ઉપર આળ મૂકવાનું સ્વપ્ને પણ ખ્યાલ નથી આવતો. કારણ કે, રાષ્ટ્રવાદની વિચારધારાનો સ્વીકાર કરી માનતા થયા છીએ કે સામાજિક વ્યવસ્થાને તો અમારા પૂર્વજોએ સર્વકાળ માટે આદર્શ અવસ્થા ઘડી છે.’ ટાગોરનાં આ વ્યાખ્યાનોમાં રહે લો વર્તમાન બોધ આ અનુવાદને વધુ સાર્થક કરે છે. ત્રિદીપ સુહૃદ ટાગોરના કાકુ ઓ, ભાષાના લયને પકડી અનુવાદભાષા રચે છે. જો ભાષાનું ગોત્ર પામ્યા વિના અનુવાદ થાય તો મૂળ પાઠમાં આઘાત સર્જાય, અહીં તેવું થયું નથી. ટાગોરનાં એ ત્રણ વ્યાખ્યાનો વર્તમાન સંદર્ભે ફરી આખા જગતને યાદ કરાવવા જ ેવાં છે. અત્યારના ઉન્માદી સમયમાં ટાગોર જ ે રાષ્ટ્રવાદની વ્યાખ્યા કરે છે તેને પુનઃ પામવી જોઈએ. પ્રસન્નતા એ પણ હોવી જોઈએ કે ગાંધીજીના સ્વતંત્રતા આંદોલન વડે જ ે કાર્ય-રૂપ સર્જાયું તેમાં પણ કોઈ મર્યાદિત રાષ્ટ્રવાદ નહોતો. ટાગોર અને ગાંધી પુનઃ પુનઃ પામવા-સમજવા જ ેવા છે તે આ પુસ્તક સંદર્ભે વાચતા થશે. અત્યારે જ ે રાષ્ટ્રવાદ પ્રવર્તાવવાના પ્રયાસો ચાલે છે તેના પ્રર્વતકોને સમજાવું જોઈએ કે ટાગોરનો રાષ્ટ્રવાદ તેમને વાંચી રહ્યો છે! બકુ લ ટેલર

તેઓ હિં દમાં રાષ્ટ્રવાદ વિશે બોલતાં હોય ત્યારે ય તેના વિચારકોની મર્યાદા વિશે આકરા છે. ‘આપણા રાષ્ટ્રવાદીઓ આદર્શની વાત કરતી વખતે વિસરી જાય છે કે રાષ્ટ્રવાદનો પાયો કાચો છે.’ કેમ છે કાચો? ‘આ આદર્શોનો ઝંડો ઉઠાવનાર લોકોના સામાજિક આચાર અત્યંત રૂઢિવાદી છે.’ આટલું કહી તેને વધુ તર્કબદ્ધ બનાવતાં તેઓ સ્વિટ્ઝર્લેન્ડમાં જ ે ભિન્ન જાતિ છે તે અને હિં દમાં આ અંગે જ ે દશા છે તેનું નિરીક્ષણ પ્રગટ કરે છે, ‘કોઈ પણ પાશ્ચાત્ય રાષ્ટ્રોની ચર્ચા કરતી વખતે અમો વિસરી જઈએ છીએ કે ત્યાંની પ્રજાઓમાં, અમારી જ્ઞાતિઓ વચ્ચે જ ે શારીરિક આભડછેટ છે તેનો સદંતર અભાવ છે. તેઓ કહે છે કે, ‘અમારાં સામાજિક બંધનો કુંઠિત કરનારાં છે, એટલી હદે કે તે માણસને બાયલો બનાવી દે છે.’ તેઓ પોતાનાં વિધાનોને સ્થાપવા એકથી વધુ દૃષ્ટિ-માર્ગ અપનાવે છે અને જાણે ૨૦૧૭ સુધી તેઓ આવી પહોંચે છેૹ ‘આપણાથી જુ દા પ્રકારનો ખોરાક લેતી વ્યક્તિઓનું જીવન બોજરૂપ બનાવવા પ્રેરતી આપણા મનની સામાજિક વૃત્તિઓ આપણી રાજકીય સંસ્થાઓમાં પણ જડ ઘાલશે અને જીવન હોવાના ચિહ્નરૂપ એવા તાર્કિક ભેદને કચડવા માટેનાં દમનકારી યંત્રોમાં પરિણમશે. આ દમન આપણા રાજકીય જીવનનાં અસત્યો અને પાખંડમાં અનિવાર્યપણે વધારો કરશે.’ ટાગોર ત્રણે વ્યાખ્યાનમાં કેટલાક મુદ્દાને સતત ઘૂંટતા રહે છે. હિં દના સંદર્ભે તો તેઓ પ્રથમ માનસના સ્વતંત્ર હોવાની જિકર કરે છે. ‘જ્યારે આપણું માનસ આઝાદ ન હોય ત્યારે રાજકીય સ્વાતંત્ર્ય આપણને મુક્તિ નથી આપતું.’ તેઓ મર્યાદિત રાષ્ટ્રવાદના પુરસ્કર્તા નથી અને ભવ્ય પરં પરાના ગાનમાં વર્તમાનની વાસ્તવિકતા ચૂકે તેવાય નથી. (ફરી વર્તમાન

Email: bakultailor19@gmail.com

 “મેં ઘણા દેશમાં પ્રવાસ કર્યો છે અને દરે ક વર્ગના લોકોને મળ્યો છુ ,ં પણ આજ સુધીના મારા પ્રવાસમાં મને માણસની જ ે હાજરી જ ે અહીં અનુભવાય છે તેટલી બીજ ે ક્યાંય જણાઈ નથી.” રવીન્દ્રનાથ ટાગોર [જાપાનમાં રાષ્ટ્રવાદ વિશે વ્યાખ્યાન આપતાં, પુસ્તકમાંથી]

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

289


સ્વરાજના પાઠ આલેખતી કે ળવણી: આત્મરચના અથવા આશ્રમી કે ળવણી

જુગતરામ

દવેએ વાલોડ તાલુકામાં વેડછી આશ્રમ સ્થાપ્યો; તેઓ દક્ષિણ ગુજરાતમાં જુ . કાકા તરીકે જાણીતા હતા, તેથી અહીં તે રીતે ઉલ્લેખ કર્યો છે. આ ગ્રંથનાં ૭૧ પ્રકરણો છે, જ ે વ્યાખ્યાનશૈલીમાં લખાયાં છે; અને ‘જ ેલવાસની તકનો લાભ લઈને’ જુ . કાકાએ તે લખી કાઢ્યાં છે. પુસ્તકના ‘આદિવચન’માં ગાંધીજીએ લખ્યું છે, ‘આશ્રમજીવનને લગતી ઝીણીમોટી બધી વસ્તુઓ લેખકે સરસ રીતે વર્ણવી છે. તેમણે બતાવ્યું છે કે આશ્રમજીવન સાદુ છે પણ તેમાં ખરાં રસ ને કળા રહ્યાં છે.’ ‘नवी संस्कृतिनो जूनो पायो’ શીર્ષકથી કાકા કાલેલકરે લખેલી પ્રસ્તાવનામાં નોંધ્યું છેૹ ‘રચનાત્મક કાર્યક્રમને વરે લા રાષ્ટ્રસેવકોને આમાંથી જાણવાનું ઘણું મળશે. જુ ગતરામભાઈ સમર્થ અને સફળ કેળવણીકાર તરીકે દીપ્યા છે. આશ્રમજીવનનું આટલું રસભર્યું માહાત્મ્ય કે સ્તોત્ર તેઓ ગાઈ શક્યા છે. આત્મરચના એ એમની ચોપડી, એમના એ માતૃહૃદયની પૂરેપૂરી સાક્ષી પૂરે છે; એમણે પોતાની જાતને જ રે ડી દીધી છે. અન્યાયનો પ્રતિકાર કરવા માટે સત્યાગ્રહ અને રાષ્ટ્રની સાત્ત્વિક શક્તિ ખીલવવા માટે રચનાત્મક કાર્યક્રમ, આ બે વસ્તુઓ ગાંધીજીએ સૌથી પહે લવહે લી પોતાના આશ્રમમાં વાવી. આશ્રમીજીવન રૂઢિવાદીઓ માટે નથી, જીવનપરાયણ પ્રયોગવીરો માટે છે.’ આ ગ્રંથમાંથી પસાર થતાં એવું અનુભવાય છે કે, જુ . કાકાએ આશ્રમી કેળવણી વિશે ખૂબ ઝીણું કાંત્યું છે. સ્વચ્છતા, આશ્રમી ભોજન, અસ્પૃશ્યતાઆત્મરચના અથવા આશ્રમી કેળવણી લેૹ જુ ગતરામ દવે પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1946માં પ્રકાશિત પહે લી  આવૃત્તિનું ત્રીજુ ં પુનર્મુદ્રણ વર્ષ ૹ 2012 પેપરબૅક સાઇઝૹ 5.5 "×8.5" ISBNૹ 978-81-7229-281-3 પાનાંૹ 22+400 • ૱ 125

290

નિવારણ, બાળકેળવણીની આશ્રમી પદ્ધતિ, પ્રાર્થના, સત્યાગ્રહ, જાહે રજીવનમાં સિદ્ધાંતો, સત્ય-અહિં સાથી લઈને એકાદશ વ્રતો અને છેલ્લે જુ . કાકાએ સ્થાપેલ સ્વરાજ્ય આશ્રમ સુધીની ચર્ચા એમણે કરી છે. જુ . કાકાને મન આશ્રમ એટલે અત્યંત પવિત્ર સ્થાન. ‘આશ્રમની ભૂમિમાં ભેદ હોય નહીં.’ આજ ે શૌચાલય–ઝુંબેશ ચાલે છે. જુ . કાકાએ વર્ષો અગાઉ પાયખાનાં સફાઈનું કામ ‘મહાકાર્ય’ ગણાવેલું. પ્રાર્થના અંગે છ પ્રકરણોમાં ચર્ચા કરી છે, કારણ કે ગમે તેવી પરિસ્થિતિમાં પ્રાર્થના જ માનવીને ટકાવી રાખશે એવી એમની પ્રામાણિક માન્યતા છે. માંદગી, મૃત્યુ, ઘડપણ વિશે ચર્ચા કરીને જુ . કાકા સાફ જણાવે છે કે, આપણે સલામતી શોધતા ડોસાઓ કદી ન થઈએ. સેવાનું ક્ષેત્ર ગામડુ,ં ખેડૂતો, સ્વદેશી ધર્મ વિશે ચર્ચા કરીને જુ . કાકાએ વિદેશી અને શહે રી કારખાનાંઓના આક્રમણથી ગામડાંના ધંધાઓ પડી ભાંગ્યા હોવા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. માત્ર રાબડી ઉપર જીવનારી પ્રજાને, મીઠા વિના પણ ચલાવી લેવું પડે છે, અનેક ભય વચ્ચે જીવવું પડે છે. પાંચેક પ્રકરણોમાં સત્યાગ્રહ વિશે જુ . કાકાએ પોતાનું ચિંતન વ્યક્ત કર્યું છે. જુ . કાકાએ અંતિમ પ્રકરણોમાં આત્મરચનાનો પાયો સત્ય અને અહિં સા ગણ્યાં છે તેમ જ એકાદશ સિદ્ધાંતો જીવનમાં ઉતારવાની રીત દ્વારા આત્મરચનાનો અભ્યાસક્રમ ચીંધી બતાવ્યો છે. આજ ે જ ેની ખૂબ જ જરૂર છે તેવા ન્યાયી સમાજનું નિર્માણ કરવા માટે જુ . કાકાના શબ્દોથી જ સમાપન કરુંૹ “રાજદ્વારી હિલચાલ જુ દી અને ખાનગી જીવન જુ દું એમ માનીને પ્રજા અને તેના નેતાઓ દલિત વર્ગોને ન્યાય આપવા કશું જ પગલું ભરતા ન હોય, તેવે વખતે પ્રજાજીવનમાં ન્યાયનો આગ્રહ જગાવવો એ પણ આશ્રમી કેળવણી લીધેલા સત્યાગ્રહીઓનું જ કામ છે.” ઇન્દુકુમાર જાની

Emailૹ indukumar.ny@gmail.com

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


સરદારના વ્યક્તિત્વનાં સઘળાં પાસાંનો પરિચય : સરદાર વલ્લભભાઈનાં ભાષણો

જ ેમ ગાંધીજીના પરિચય માટે તેમનાં લખાણો છે, તેમ

હતાં. સરદારનાં પ્રવચનોમાં ગાંધીવિચારની નિર્ભેળ સુગંધ જોવા મળે છે. વ્યંગ અને વિનોદ પણ જોવા મળે છે. ગાંધીના વિચારો ને આદર્શોને વ્યવહારુ સ્વરૂપ આપવાનું કાર્ય સરદારે કર્યું છે. લોકોને ન ગમે તેવી સાચી વાત કડવી રીતે કહીને પણ લોકસમ્રાટ કે હૃદયસમ્રાટ બની શકાય છે તેનો પુરાવો સરદારનાં ભાષણો છે. પ્રસ્તાવનામાં નરહરિ પરીખ લખે છે, ‘આ ભાષણોમાંથી સ્વરાજ્ય મેળવવા માટે પ્રજા પાસે સરદારે કેવો પુરુષાર્થ અને કેવાં પરાક્રમ કરાવ્યાં તેનો ખ્યાલ આવે છે. અત્યારે આપણને રાજદ્વારી સ્વરાજ્ય મળી ગયું છે છતાં હજી સાચા સ્વરાજ્યનું ઘડતર—જ ેનો ખ્યાલ આ ભાષણોમાંથી આપણને મળે છે—તે તો કરવાનું બાકી રહે લું છે. એ માટે આપણે શું શું કરવાનું છે તેનો વિગત વાર ખ્યાલ અને તે કરવા માટેની પ્રેરણા ગુજરાતના નવજુ વાનોને આ ભાષણોમાંથી મળશે.’ ૧૮ એપ્રિલ, ૧૯૧૮થી ૧૯૪૭ની ૧૧મી ઑગસ્ટ સુધીનાં સરદારનાં ભાષણોનું આ પુસ્તક નવજીવને પુનર્મુદ્રણ કરીને યુવાપેઢીને સરદારને સાચા સ્વરૂપમાં સમજવાનું ભાથું પૂરું પાડ્યું છે. મણિલાલ એમ. પટેલ

સરદારના પરિચય માટે તેમનાં ભાષણો છે. સરદારે પ્રત્યક્ષ રૂપે બહુ ઓછુ ં લખ્યું છે. ફરજના ભાગરૂપે કે વ્યક્તિગત રૂપે જરૂર જણાય ત્યારે ટૂ કં ો પત્રવ્યવહાર અને સરદારની જ ેલડાયરી આટલું જ પ્રત્યક્ષ લખાણમાં છે. આ સંજોગોમાં સરદારના જીવનનાં બધાં જ પાસાં તેમનાં ભાષણોમાં ડોકાયા વિના રહે તાં નથી. ‘તેમાંથી ભારતીય પ્રજાએ શૌર્ય અને સ્વાવલંબનના રસ પીધા છે.’ તેમના ચારિત્ર્યનાં લક્ષણો તેમની તળપદી શૈલીમાં જોવા મળે છે. સરદાર મોટા ભાષાશાસ્ત્રી કે સાહિત્યકાર ન હતા, છતાં તેમનાં પ્રવચનો હૃદય સોંસરા ઊતરી જાય તેવાં સરળ અને સામર્થ્યપૂર્ણ સરદાર વલ્લભભાઈનાં ભાષણો સં.ૹ નરહરિ દ્વારકાદાસ પરીખ, ઉત્તમચંદ દીપચંદ શાહ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1949માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું પુનર્મુદ્રણ વર્ષ 2013 પેપરબેક સાઇઝૹ 6 "×9" ISBNૹ 978-81-7229-455-7 પાનાંૹ 16+480 • ૱ 400

અમદાવાદ

સરદાર પટે લ વિષયક કે ટલાંક પુસ્તકો

સરદાર પટેલ—પસંદ કરે લો પત્રવ્યવહાર–૧, ૨ સરદારની જ ેલડાયરી સરદારની અનુભવવાણી ગુજરાતના શિરછત્ર સરદાર Patelૹ A Life Sardar’s Letters (1 to 5)

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

400 ₨ 15 ₨ 60 ₨ 60 ₨ 500 ₨ 125

291


રમણીય અને અવિસ્મરણીય પુસ્તક : હિમાલયનો પ્રવાસ

કાકાસાહે બ

કાલેલકર (૧૮૮૫ • ૧૯૮૧) દ્વારા લખાયેલું પ્રવાસ-સાહિત્યનું રમણીય અને અવિસ્મરણીય પુસ્તક એટલે હિમાલયનો પ્રવાસ. તેમણે ઈ.સ. ૧૯૧૨માં હિમાલયનો પ્રવાસ કર્યો હતો. અનંત-આનંદની હિમાલયયાત્રામાં કા.કા.ની સાથે અનંતબુવા મરઢેકર અને સ્વામી આનંદની મિત્ર-સોબત હતી. તેનાં સાત વર્ષ બાદ એટલે કે ઈ.સ. ૧૯૧૯માં પ્રવાસ-વર્ણન લખ્યું હતું. તેમણે આ લેખમાળા આશ્રમના સાથીઓ અને વિદ્યાર્થીઓ સારુ આશ્રમના હસ્તલિખિત માસિક માટે શરૂ કરી હતી. કાકાસાહે બના મતે ‘પ્રવાસ એ વ્યક્તિત્વના વિકાસનું સાધન’ અને ‘દેશભક્તિનો એક અનુભવતરબોળ પ્રકાર છે’. આ જ કા.કા. ધાર્મિક હે તુ માટે થતાં પ્રવાસ અંગે આપણને આવું સાફ સાફ સંભળાવે છે : ‘ધાર્મિક પ્રવાસમાં આપણે જ ેટલી અગવડો વેઠીએ તેટલું એનું પુણ્ય વધારે . ભોગવિલાસને લીધે કે આળસુ એદીપણાને લીધે શરીર ઉપર જ ે કાટ ચડ્યો હોય તે કાઢી નાખવો એ એક ધાર્મિક સાધના મનાઈ છે.’ દત્તુ એટલે દત્તાત્રેય બાલકૃ ષ્ણ કાલેલકર પોતાના શૈશવની સ્મરણયાત્રામાં સચવાયેલી હિમાલયની ઊંચાઈ અંગે કહે છે : ‘છેક નાનપણમાં જ્યારે હિમાલય વિશે સાંભળતો કે તે એટલો ઊંચો છે કે એનું શિખર જોવા જતાં માથાની પાઘડી નીચે પડી જાય છે.’ આ જ કાકાસાહે બે હિમાલયના સાક્ષાત્કાર પછી સર્જેલા શબ્દ-શિખર સામે આપણે નત મસ્તક થઈ જઈએ હિમાલયનો પ્રવાસ લેૹ કાકાસાહે બ કાલેલકર પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1924માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું પુનર્મુદ્રણ વર્ષ 2012 પેપર બેક સાઇઝ ઃ 4.75"x8.5" ISBNૹ 978-81-7229-146-4 પાનાંૹ 20+234 • ૱ 100

292

છીએ. તેઓ આવું આગવું વર્ણન કરે છે : ‘હિમાલય— આર્યોનું આ આદ્યસ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ— પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયેર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. કવિકુ લગુરુએ એ ‘દેવાત્મા નગાધિરાજ’ને પૃથ્વીનો માનદંડ કહ્યો છે તે અનેક અર્થે યથાર્થ છે. હિમાલય એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગતનાં સર્વે દુૹખોને સમાવી લે એવડો તે વિશાળ છે; સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે; કુ બેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે; અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે. કાકાસાહે બને પૂછીએ કે, આપની પાસે ‘હિમાલય’ કક્ષાના પ્રવાસ માટેની પૂર્વતૈયારીમાં શું શું હતું? આ રહ્યો તેમનો જવાબ : ‘પૂર્વતૈયારીમાં મારી પાસે ઉત્સાહની મૂડી ઠીક ઠીક હતી, શરીર દુર્બળ પણ ખડતલ હતું. વેડફી નાખવા માટે ગમે તેટલો વખત હતો, કશા ઉદ્દેશ વગર જીવન ગાળવાની માનસિક તૈયારી હતી. મને રાંધતાં આવડતું હતું, પાણીમાં તરતાં આવડતું હતું અને એકલા એકલા મનોરાજ્યો સેવતાં આવડતું હતું. કુ દરત સાથે એકરૂપ થવા જ ેટલી મનોવૃત્તિ કેળવાયેલી હતી અને નિષ્પાપ પ્રવૃત્તિનું ફળ પણ કાંઈક સાત્ત્વિક જ મળશે એવી શ્રદ્ધા હતી. બીજી મોટામાં મોટી તૈયારી તે પ્રેમાળ મિત્રોનો સાથ.’ માનવની જીવન-વર્તનશૈલી મોસમમાં પરિવર્તન લાવી રહી છે. પર્યાવરણના મામલે હિમાલયનો ખોળો ખેદાનમેદાન થઈ રહ્યો છે. ઉત્તરાખંડ ે ઈ.સ. ૨૦૧૩માં આસમાની-સુલતાની આપત્તિઓનું તાંડવનૃત્ય જોઈ લીધું છે. આવા વખતે, કાકાસાહે બે ‘કેદારનાથ’ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


વાંચવાનું મન થાય. જો આવું કશું ન થાય તો પહે લાં એ પર્વત વિશે, પછી એ પ્રવાસ વિશે, અંતે એ પુસ્તક વિશે અને સાવ છેલ્લે પોતાના વિશે જ નવેસરથી વિચારવું પડે! આપણે તો એ કહે વું અને યાદ રાખવું જ રહ્યું કે, હિમાલયનો પ્રવાસ એ કાકાસાહે બ કાલેલકર નામના ‘સવાઈ ગુજરાતી’ તરફથી ‘સદ્ભાગી ગુજરાતીઓ’ને મળેલો અમૂલ્ય અક્ષરવારસો છે.

પ્રકરણમાં લખેલું છેલ્લું વાક્ય પહે લું યાદ આવે છે , ‘એક હિમાલય પણ આપણે આધુનિકતાના હુમલામાંથી બચાવી નહીં શકીએ?’ પ્રકૃ તિ-ચાહક અને પુસ્તક-વાચકને ત્યારે અને અત્યારે પણ હિમાલયનો પ્રવાસ પ્રસ્તુત જણાય છે. આપણને હિમાલય વિશે જાણવાનું મન કેમ ન થાય? હિમાલયનો પ્રવાસ કરવાનું મન કોને ન થાય? આ જ રીતે હિમાલયનો પ્રવાસ પુસ્તક વાંચીને પણ હિમાલયનો પ્રવાસ કરવાનું મન થાય. વળી, હિમાલયનો પ્રવાસ કર્યા પછી પણ હિમાલયનો પ્રવાસ પુસ્તક

અશ્વિનકુમાર Email : ashwinkumar.phd@gmail.com 

પરમાર્થ સાથેનો પ્રવાસ અને પ્રકૃ તિમાં ઝબોળેલું વર્ણન : પૂર્વરંગ-હિમરંગ

વ્યવસાયે

ડૉક્ટર અને સ્વભાવે સાહસિક પ્રવાસી પ્રતિભા આઠવલેએ મરાઠીમાં લખેલા પુસ્તક પૂર્વરં ગહિમરં ગ માં, પોતે છેલ્લાં બારતેર વર્ષમાં ઉત્તર-પૂર્વ અને હિમાલયમાં કરે લા પ્રવાસોનું વર્ણન ટાંક્યું છે. મહારાષ્ટ્રમાં આ પુસ્તકને બે પુરસ્કારો પણ મળ્યા છે. આસામ, અરુણાચલપ્રદેશ, મેઘાલય વગેરે વરસાદી રાજ્યો છે. અહીંની ભૂપૃષ્ઠ પહાડી છે, જગતનાં કઠોરતમ જંગલો અહીં છે અને વાતાવરણ પણ ગમે પૂર્વરંગ-હિમરં ગ લે. ડૉ. પ્રતિભા આઠવલે અનુવાદ : ડૉ. અલકા પ્રધાન પ્રથમ આવૃત્તિ ઃ 2014 પેપરબૅક સાઇઝ 5.5" x 8.5" ISBN : 978-81-7229-648-3 પાનાં 316+16 ₹ 425

ત્યારે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે. એ સંજોગોમાં અહીં કોઈ વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરે તોપણ એ આપોઆપ પ્રવાસ બની જતો હોય છે. આઠવલેએ અહીં તેરવર્ષ સુધી કૅ મ્પ કર્યા છે. તેના અનુભવરૂપે પુસ્તક લખાયું છે. નોર્થ-ઈસ્ટ કહે વાતાં ઉત્તર-પૂર્વનાં આ રાજ્યો ભારતનો જ ભાગ હોવા છતાં સરખામણીએ પછાતપણું ઠેર ઠેર નજરે પડે છે. એક રીતે, હિમાલય કહે વા પૂરતી તો ઠંડક આપે છે, પરં તુ અહીંના રહે વાસીઓનાં જીવનમાં અનેક હાડમારીઓનો ઉકળાટ વ્યાપેલો છે, એવો અહે સાસ આ પુસ્તક વાંચતા થાય છે. પુસ્તકમાં આપેલા કલર ફોટોગ્રાફ્સ વાચનનો આનંદ વધારે છે. ઉત્તર-પૂર્વ અને હિમાલય તરફ ડગ માંડતાં પહે લાં દરે ક સફરીએ આ પુસ્તકનાં પાનાં ઊથલાવવાં જ ેવાં છે. લલિત ખંભાયતા

Email : lalitgajjer@gmail.com

‘પ્રવાસી જ ેમ જ ેમ પ્રવાસ કરતો જાય છે તેમ તેમ તે કુ નેહ કેળવે છે; ધીરજ અને ઉદારતા કેળવે છે; અને અંતે સારામાં સારો સમાજશાસ્ત્રી બને છે.’ કાકાસાહે બ કાલેલકર [ હિમાલયનો પ્રવાસ માંથી]

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

293


વિદેશ પ્રવાસના પ્રસંગો જ નહી ં, સામાજિક અભ્યાસ પણ આલેખતું પુસ્તક : વિદેશ વસવાટનાં સંભારણાં

લેખક

તેમના નવજીવનના પ્રારં ભિક કાર્યકાળમાં લંડનમાં મુદ્રણ અને પ્રકાશન વિષયમાં ભણવા ગયા હતા. ત્યાં તેમના એક વર્ષના વસવાટ અંગેનાં સંસ્મરણોનું પુસ્તક તે વિદેશ વસવાટનાં સંભારણાં. આજ ે વિદેશ અભ્યાસઅર્થે જતાં વિદ્યાર્થીઓની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે. શૈક્ષણિક લોન સરળતાથી ઉપલબ્ધ થતાં પણ આ ચલણ વધ્યું છે પરં તુ લેખક જ્યારે અભ્યાસ માટે વિદેશ ગયા ત્યારે આટલી સવલત ન હતી. એ સંજોગોમાં કેવી રીતે ઓછા ખર્ચે અને કરકસરથી વિદેશમાં રહ્યા, ભણ્યા અને ફર્યા તેની વિગત અત્યંત રોચક રીતે પુસ્તકમાં લખાઈ છે. વિદેશ ભણવા જતાં વિદ્યાર્થીઓ પોતાની હાથખર્ચી કાઢવા અને આજુ બાજુ માં ફરવા ઘણી વાર નાનીમોટી નોકરી કરતા હોય છે. લેખકને ફરવા જવા માટે નાણાં મેળવવાનો લોભ તો છે જ પણ સાથે લંડન જોવાનું અને તેનું સામાજિક જીવન બારીકાઈથી જોવાની ઇચ્છા પણ છે. આ માટે તેઓ વૅકેશન દરમિયાન પોસ્ટ ઑફિસની નોકરી સ્વીકારે છે. તે દરમિયાનના તેમના અનુભવો અને લંડન અને તેની આસપાસનાં શહે ર અને પરાનું સુનિયોજિત આયોજન, ટ્રાફિક સેન્સ વગેરે તેમને પ્રભાવિત કરી જાય છે. એક ઘરે એક માજીને નાતાલ દરમિયાન પત્ર આપતી વખતે એ માજીનો પ્રતિભાવ તેમને વિચારતા કરી દે છે. માત્ર એક છાપેલું કાર્ડ દીકરાએ કૅ નેડાથી એ વિદેશ વસવાટનાં સંભારણાં લેૹ જિતેન્દ્ર દેસાઈ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1977માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું પુનર્મુદ્રણ વર્ષ ૹ 1995 પેપરબેક સાઇઝૹ 4.75 "×7" ISBNૹ 978-81-7229-118-1 પાનાંૹ 224+64 • ૱ 40

294

માજીને નાતાલ નિમિત્તે મોકલાવ્યું તેટલામાં જ હં મેશાં એકલાં રહે તાં માજી આનંદવિભોર બની જાય છે. આ ચિત્ર લંડનના ’૭૦ના દાયકાનું છે. આપણે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાવા માંડી છે. મોટા ભાગના વૃદ્ધો દેશમાં એકલા રહે છે જ્યારે તેમનાં સંતાનો વિદેશમાં વસતાં હોય છે. આપણે ત્યાં બૅન્કિંગક્ષેત્રે હવે અનેક સુધારા થયા છે. પણ ’૭૦ના દાયકામાં અહીં એ સ્થિતિ ન હતી ત્યારે લંડનમાં અભ્યાસ ટાણે તેમનું ખાતું માત્ર ૧૦ મિનિટમાં ખૂલી ગયું. સ્વાભાવિક રીતે જ તેમનાથી ભારતીય બૅન્કો સાથે સરખામણી થઈ ગઈ. એટલું જ નહીં એક વખત ઓચિંતા નાણાંની જરૂર પડી ત્યારે બૅન્કની અન્ય શાખામાંથી પણ તેમને નાણાં તરત જ મળી ગયાં હતાં. આ પુસ્તક પ્રવાસનાં સંભારણાં માત્ર નથી, તેમાં લાગણીના તાર પણ ગૂંથાયેલા જોવા મળે છે. વિદેશ જતાં અગાઉ તેમના પિતાનું અવસાન થાય છે, પરં તુ પિતાએ તેમને કહ્યું હોય છે, ગમે તે થાય તેમણે અભ્યાસ માટે વિદેશ જવું. વિદેશ જતી વેળા તેમની માતા સૂંઠની ગોળી આપતાં કહે છે કે તારો શરદીનો કોઠો છે અને ત્યાં ઠંડી વધારે પડે છે માટે આ તને કામ લાગશે. લેખક અને પત્ની બંને ક્યારે ય એકબીજાથી છૂટાં પડ્યાં નહીં હોવાથી એ વખતે પ્રેમની અભિવ્યક્તિ તેમના માટે એક કલ્પનાનો વિષય હોય છે. આ ઉપરાંત લેખકે ત્યાંનાં અભ્યાસ, કસોટી, શિક્ષકો, ત્યાંના વિદ્યાર્થીઓ, શિસ્ત, પરીક્ષાપદ્ધતિ, પરિણામ, સહાધ્યાયીઓ વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. સરળ શબ્દો અને રસાળ શૈલી આ પ્રવાસવર્ણનને ઓર માણવાલાયક બનાવે છે. અજય નાયક Email : ajaynaik63@gmail.com

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


જવાહરલાલ નેહરુ પ્રત્યે આંધળી ભક્તિ અને નરી ટીકા–બંનેમાંથી ઉગારતું પુસ્તકઃ પંડિતજી–પોતાને વિશે

આઝાદીને

એક દાયકો વીતી ગયો છે. ગાંધીજી અને સરદાર પટેલની ગેરહાજરી છે. દેશમાં કૉંગ્રેસની અને કૉંગ્રેસમાં પંડિત નેહરુની સત્તા અકબંધ છે ત્યારે જુ દા જુ દા મુદ્દે જવાહરલાલ શું વિચારતા હશે? આ સવાલનો જવાબ એક જ પુસ્તકમાંથી મળી શકે તેમ છેૹ પંડિતજી—પોતાને વિશે. પંડિત નેહરુ સાથેની મુલાકાતોના આધારે આ પુસ્તક રામનારાયણ ચોધરીએ તૈયાર કર્યું છે. આ મુલાકાતો ઑક્ટોબર, ૧૯૫૮થી ઑક્ટોબર ૧૯૬૦ના ગાળામાં લેવાઈ છે. ગાંધીજીના વિચારો પ્રમાણેનું સ્વરાજ નહીં, પણ આધુનિક રાષ્ટ્ર બનવા તરફ ભારતે ડગલાં માંડવા લાગ્યાં હતાં. તેની ચિંતા ગાંધીવાદીઓમાં હતી તે અહીં લેખકના સવાલોમાં ક્યાંક ક્યાંક દેખાય છે. નેહરુએ તર્કબદ્ધ દૃષ્ટિએ અને નિખાલસતાથી જવાબો આપવા કોશિશ કરી છે. લેખકના ‘બે બોલ’માં છે તે પ્રમાણે ‘ઘણાખરા લોકો નેહરુજીને સાચા અર્થમાંસ્વરૂપમાં જોઈ શકતા નથી. …આશા છે કે આ પુસ્તકથી આ મહાપુરુષને સાચી રીતે સમજવામાં મદદ થશે.’ નેહરુ પ્રત્યે લેખકનો થોડો અહોભાવ પણ ડોકાય છે. તેઓ લખે છેૹ ‘(અહિં સા અને સત્યાગ્રહ જ ેવા) …મહાન યજ્ઞની સફળતામાં ગાંધીજી પછી, મારા ખ્યાલ મુજબ, જ ે એક પુરુષનો સૌથી વધારે હાથ હતો, તેના આત્મકથન વિશે આ બે બોલ છે.’ પંડિતજી—પોતાને વિશે સંપા.ૹ રામનારાયણ ચોધરી અનુ. ઃ કરીમભાઈ વોરા પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર બીજી આવૃત્તિ ૹ 2013 પેપર બેક સાઇઝૹ 5.5 "×8.5" ISBNૹ 978-81-7229-467-0 પાનાંૹ 8+200 • ૱ 120

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

જવાહરલાલને સવાલ પૂછવા સાથે ગાંધીજીના તેમના વિશેના પ્રશંસાના શબ્દો પણ ટાંકે છે. જ ેમ કે, ‘મેં તેમને (ગાંધીજીને) પૂછ્યું હતું કે તમે તમારા જ ેવા વિચાર ધરાવનાર અને તમારા વધારે નિકટના સાથીને બદલે નેહરુને કેમ પસંદ કર્યા ત્યારે તેમણે મને આ શબ્દો કહ્યા હતાૹ ‘જવાહરલાલ એક વિશુદ્ધ આત્મા છે. તેનું હૃદય સ્ફટિકમણિ જ ેવું સ્વચ્છ છે. તે ભૂલ કરે , પણ ભારતના ગરીબોનું હિત તેના હાથમાં હં મેશાં સલામત રહે શે.’ પણ પછી તરત પૂછ ે છે, ‘તેમના આવા વિશ્વાસ અનુસાર તમે કામ કરો છો એમ તમને લાગે છે ખરું?’ લેખકનું કુ લ ૫૦ મુલાકાતોનું આયોજન હતું, પણ ૧૯ થઈ શકી હતી. તેમાં અંગત જીવન, જાહે ર જીવન, સરકાર, વહીવટ, ધર્મ, અમલદારશાહી, જ ેવા પ્રશ્નો ઉપરાંત ખાણીપીણી અને આદતોના નાના નાના પ્રશ્નોને પણ આવરી લેવાયા છે. આ મુલાકાતોમાં ગૌસંવર્ધન, ગ્રામસ્વરાજ, યંત્રોનો ઉપયોગ, અમલદારશાહીની જરૂર, સાદાઈની જગ્યાએ કાર્યક્ષમતા માટે સગવડોની જરૂર વગેરેમાં નેહરુએ સ્પષ્ટપણે વિચારો રજૂ કર્યા છે. લોકસેવકોની ક્ષમતા ના હોય ત્યાં અમલદારોનો ઉપયોગ કરવો પડે તેવી વ્યવહારુ વાતો ભારપૂર્વક કહી છે. સમાજવાદ વિશે પણ તેમણે એકથી વધારે ખુલાસા કર્યા છે અને સ્પષ્ટતા કરી છે કે સૌને ગરીબ રાખવા માટે નહીં, પણ સૌના સમાન રીતે વિકાસ માટે સમાજવાદ છે. અહીં ગાંધી-નેહરુ સંબંધની સાથે સમાપન કરીએ. ‘ચોધરીૹ તમારો અને ગાંધીજીનો સંબંધ નેતાઅનુયાયીનો હતો, ગુરુ-શિષ્યનો હતો કે પિતા-પુત્રનો? નેહરુૹ હં ુ માનું છુ ં કે તેઓ નેતા હતા અને હં ુ તેમનો અનુયાયી હતો એ ઉઘાડી વાત છે. ગુરુ-શિષ્યનો સંબંધ કહે વો એ કદાચ ખરું ન ગણાય, ન તો પિતાપુત્રનો પૂરો સાચો કહે વાય.’ 295


સંબંધ કહે વો હોય તો, તેઓ અમારા કુ ટુબ ં ના મિત્ર હતા. … અને હં ુ કદી તેમની આગળ રોયો નથી.’

લેખકના પોતાના સૌથી મોટા આદર્શ મહાપુરુષ ગાંધીજી હતા અને બીજા નંબરે જવાહર તેથી, તેઓ વાતનો તંત છોડતા નથી અને નેહરુએ કહે વું પડે છેૹ ‘… કેવળ નેતા ને અનુયાયીનો નહીં. હા, તેમનો

દિલીપ ગોહિલ Emailૹ dilipgohil@rediffmail.com 

એક પત્રકારના જગતોપયોગી કામનું સટીક ઉદાહરણ: ગાંધીજી સાથે અઠવાડિયું

ગાંધીજીએ

તેમના જીવન દરમિયાન અસંખ્ય પત્રકારોને મુલાકાતો આપી છે અને તેમની સાથે દીર્ઘ સંવાદ સાધ્યો છે. આ મુલાકાતોમાં સૌથી ઊંચાઈએ સ્થાન પામે એવી એ પત્રકાર લુઈ ફીશર સાથેની મુલાકાત. યહૂદી મૂળના આ અમેરિકન પત્રકાર સાથે અઠવાડિયા સુધી શ્રેણીબદ્ધ મુલાકાતો ચાલી હતી. લુઈ ફીશર ત્યારે વિશ્વના ઘણાખરા દેશોની પ્રસિદ્ધ રાજદ્વારી વ્યક્તિઓ સાથે મુલાકાત કરી ચૂક્યા હતા, યુરોપ અને રશિયાના રાજ્યપ્રકરણ અંગેનો તેમનો અભ્યાસ પણ નોંધપાત્ર હતો. તેમની કેટલીક મુલાકાતો તો વિશ્વના રાજકારણને સમજવા માટે આજ ેય ઉપયોગી સાબિત થાય એમ છે. આવી મજબૂત પૃષ્ઠભૂમિ ધરાવનાર ફીશર જ્યારે ગાંધીજીની મુલાકાત લે, તો તે ચોક્કસ વિશેષ બની રહે . લુઈ ફીશર અને ગાંધીજી વચ્ચે થયેલા આ વિશેષ સંવાદના ફલસ્વરૂપે જ ે પુસ્તક આકાર પામ્યું ત A Week with Gandhi અને એ જ વર્ષે (૧૯૪૪)તેનો ગાંધીયુગના જાણીતા સંપાદક-અનુવાદક ચંદ્રશંકર પ્રાણશંકર શુકલે કરે લો અનુવાદ તે ગાંધીજી સાથે અઠવાડિયું. લાંબા અરસાથી અપ્રાપ્ય આ પુસ્તક ગાંધીજી સાથે અઠવાડિયું લેૹ લૂઈ ફીશર અનુ. ઃ ચંદ્રશંકર પ્રાણશંકર શુકલ પ્રકાશકૹ અક્ષરભારતી પ્રકાશન પુનર્મુદ્રણ ૹ 2012 પેપરબેક સાઇઝૹ 5.5 "×8.5" પાનાંૹ 28+84 • ૱ 70

296

અક્ષરભારતી-ભુજ ે આપણને સંપડાવ્યું છે. ગાંધીજી સાથે સંવાદ કરતી વેળાએ ફીશરે તત્કાલીન હિં દ, અંગ્રેજ સલ્તનત, વિશ્વપ્રવાહો, ધર્મ, સ્વરાજ અને અન્ય બાબતોને ઘણી આવરી લીધી છે. મુલાકાતોનો આ દોર વર્ધાના આશ્રમ સેવાગ્રામમાં ચાલ્યો હતો અને લુઈ ફીશરે ન માત્ર ગાંધીજીને મહત્ત્વના પ્રશ્નો પૂછ્યા છે, બલકે તેમાં ગાંધીજીના રોજબરોજના જીવનની અવલોકેલી નોંધો પણ મૂકી છે. આ અવલોકનો ગાંધીજી અને તેમનાં આસપાસનું વાતાવરણ આબાદ રીતે ઝીલે છે. પુસ્તકની વિશેષતા એ છે કે આ વિદેશી પત્રકારને ઘણી જગ્યાએ આશ્રમની બાબતોને લઈને કુ તૂહલ જન્મે છે—આ કુ તૂહલ આશ્રમના જીવનશૈલી, આહાર અને વ્રતો ઇત્યાદિને લઈને છે—ગાંધીજી નિખાલસપણે આ પ્રશ્નનોના જવાબ આપે છે. ફીશરે ગાંધીજીના વિચારો, તેમાં રહે લી સૂક્ષ્મતાના અંશો સાથે ચોક્સાઈપૂર્વક ઉતાર્યા છે. પ્રામાણિક અને તટસ્થ વૃત્તિના પત્રકાર કેવું જગતોપયોગી કામ કરી શકે, તેનું આ સટીક ઉદાહરણ બની રહે છે. પ્રસ્તાવનામાં લુઈ ફીશરે કરે લો એકરારૹ ‘ગાંધીજી સાથેની મારી વાતચીતો એ જિંદગીનો એક લહાવો હતો, જીવનમાં નવું ચેતન રે ડનારો હતો.’ એ તેમનો ગાંધીજી પ્રત્યેનો ભારોભાર આદર પ્રગટ કરે છે તો બીજી બાજુ પત્રકાર તરીકેની પોતાની ભૂમિકા ન ચુકતા ગાંધીજી અેગે ‘આલોચના’ પણ તેમણે લખી છે. એ રીતે અનેક વૈશ્વિક ઘટનાઓના સાક્ષી પત્રકારની દૃષ્ટિએ ગાંધીજીને સમજવા આ પુસ્તક ઘણું ઉપયોગી બની રહે છે. સં. [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીના સેવાય� અને સત્યાગ્રહનાં પાયાના પથ્થરોની વાત કરતું પુસ્તક ઃ ગાંધીજીના સહસાધકો

પુસ્તક ગાંધીજીના આશ્રમ-પરિવારના નિકટના લોકોની કથા કહે છે. અલબત્ત, લેખિકા નીલમ પરીખ તો આશ્રમવાસીઓને ગાંધીજીના આપ્તજનથી પણ વિશેષ ગણીને સાધક તરીકે લેખાવે છે અને એટલે જ તેમણે પુસ્તકનું નામ પણ ગાંધીજીના સહસાધકો રાખ્યું છે. આ અંગે પુસ્તકને આવકારતી નોંધમાં પ્રકાશક પણ નોંધે છે, પુસ્તકનું નામ ગાંધીજીના સહસાધકો એવું રાખ્યું છે. એમાં બે અર્થ અભિપ્રેત છે. પહે લું કે ગાંધીજીનું જીવન એ એક સાધના હતું. …બીજુ ,ં આશ્રમજીવન એ એમની જીવનસાધનાનું અનોખું સાધન હતું.’ ગાંધીજીની જીવનસાધનામાં આશ્રમનું વિશિષ્ટ મહત્ત્વ રહ્યું છે. આ ગાળા દરમિયાન કાકાસાહે બ કાલેલકરથી માંડીને મીરાંબહે ન, વિનોબા ભાવે, મગનલાલ ગાંધી જ ેવા અનેક સાધકો જોડાયાં અને આશ્રમજીવનના અનુભવને ગાંઠ ે કર્યો. આવાં વીસેક સહસાધકોનાં જીવન, ગાંધીજી સાથેના તેમનાં આત્મીયતા, તાદાત્મ્ય અને કેટલાક પ્રસંગોનો પરિચય પુસ્તકમાંથી મળી રહે છે. ગાંધી અને તેમના સાથીદારો વચ્ચેના સંતુલનને સમજાવતા નીલમબહે ન લખે છેઃ ‘…દેહના એક અવયવને બીજા અવયવ માટે અત્યંત પ્યાર-સ્નેહ છે. પગમાં કાંટો વાગે તો હાથ તુરત ત્યાં દોડે છે. એવો જ પ્યાર ગાંધીજીના સાધકોને-સાથીઓને આપસમાં પણ હતો. …ગાંધીજીએ સેવાયજ્ઞની અને સામુદાયિક સત્યાગ્રહની સાધનાની જ ે ઇમારત ચણી, ગાંધીજીના સહસાધકો લેૹ નીલમ પરીખ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 2010માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું પુનમુદ્રણ વર્ષ ૹ 2016 પેપરબેક સાઇઝૹ 4.75 "×7" ISBNૹ 978-81-7229-412-0 પાનાંૹ 208 • ૱ 100

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

તેમાં એ બધા પાયાના પથ્થર હતા, મૂકસેવક હતા…’ બસો પાનાંમાં પથરાયેલાં પ્રસ્તુત પુસ્તકની ખાસિયત એ છે કે તેમાં જ ે-તે સાધકના જીવન વિશે તો વિગતે વાત કરવામાં આવી જ છે, પરં તુ સાથે સાથે ગાંધીજી સાથેના તેમનાં જોડાણ, આશ્રમમાં તેમનાં સેવાકાર્યો, સત્યાગ્રહની લડતમાં તેમની ભૂમિકા, તેમના ગાંધીના સંપર્કમાં આવ્યા પહે લાંની મથામણો વગેરે વિશે પણ ખૂબ વિસ્તારપૂર્વક રજૂ આત કરવામાં આવી છે. આ માટે નીલમબહે ને આ સાધકો વિશે લખાયેલાં સ્મૃતિગ્રંથો, ચરિત્રલખાણોનો તો આધાર લીધો જ છે, પરં તુ તેમના વારસો, સ્નેહીઓ અને અન્ય સંબંધિત લોકોના સ્મૃતિકોશને ફં ફોસીને ક્યાંય ન નોંધાયેલી, અનેક ઘટનાઓ-પ્રસંગોને પણ પુસ્તકમાં સમાવ્યા છે. આશ્રમના પ્રાણ સમા મગનલાલ ગાંધી, પ્રથમ સત્યાગ્રહી વિનોબાજી, સેવાગ્રામ આશ્રમના વ્યવસ્થાપક સમા ચિમનલાલ શાહ, ગાંધીના હનુમાન સમ મહાદેવભાઈ દેસાઈ, સવાઈ ગુજરાતી કાલેલકર, વિદેશના વૈભવ છોડીને ખાદીને અપનાવી મોહનના ભક્તિરસમાં રં ગાઈ જનાર મીરાંબહે ન, આશ્રમનો આધાર ગંગાબહે ન વૈદ્ય જ ેવા અનેક સાધકો વિશે પ્રસ્તુત પુસ્તકમાંથી આપણને અનેક જાણીઅજાણી વાતો વાંચવા મળે છે. વળી, પુસ્તક નવી પેઢીને ધ્યાનમાં રાખીને લખ્યું હોઈ તેની ભાષા સરળ, લાંબાં વર્ણનોની બાદબાકી, ખપપૂરતી માહિતી છતાં પ્રસંગોની યથાયોગ્ય પસંદગી વગેરે બાબતોનું ધ્યાન રખાયું છે. પુસ્તકના છેલ્લાં ત્રીસેક પાનાં નીલમબહે નનાં માતા અને તેમના ભાંડુઓના હિજરતમાં વીતેલાં બાળપણ, સંઘર્ષ અને સુખદુઃખની કહાની બયાં કરે છે. પુસ્તકમાં દરે ક પ્રકરણમાં દરે ક સાધકનાં મુકાયેલા રે ખાંકન પુસ્તકને વધુ સુંદર અને પ્રકરણને વધુ વાંચનીય બનાવે છે. હે મલ જાદવ Email : hemal.jadav@gmail.com 297


નાગરિકતાના પાઠ શિખવતું પુસ્તક ઃ અમે ભારતના લોકો

બહુશ્રુત

બંધારણ નિષ્ણાત, કાયદાવિદ્, અર્થશાસ્ત્રી, વ્યક્તિ સ્વાતંત્ર્યના કાનૂની લડવૈયા અને લેખક નાની પાલખીવાળા (૧૯૨૦ • ૨૦૦૨)નું આ પુસ્તક પ્રથમ વાર મૂળે અંગ્રેજીમાં, ૧૯૮૪માં પ્રગટ થયું હતું. આ તેનો ગુજરાતી અનુવાદ છે, જ ેની પ્રથમ આવૃત્તિ ૧૯૮૭માં પ્રસિદ્ધ થઈ હતી. લેખકે પોતાની ૬૪ વર્ષની વયે, અગાઉના ત્રણ દાયકામાં આપેલાં ‘સંખ્યાબંધ પ્રવચનો અને લેખોમાંથી ‘સાચવી રાખવા જ ેવા ફકરાઓ અને લેખો, અહીં સંગ્રહિત કર્યા છે. પુસ્તકનાં ચાર ખંડો (૧) શિક્ષણ, લોકશાહી અને સમાજવાદ (૨) કરવેરા (૩) બંધારણીય સમસ્યાઓ અને (૪) વ્યક્તિઓ, મુત્સદ્દીગીરી અને કાયદોમાં ૧૭ પ્રકરણોનાં કુ લ મળી ૬૬ લેખો-લેખાંશો અને વ્યાખ્યાનો છે. ભારતના બંધારણના પ્રથમ ત્રણ શબ્દો રૂપે પુસ્તકનું નામ અમે, ભારતના લોકો… અને પુસ્તકનું અર્પણ, “મારા દેશબંધુઓને, જ ેમણે પોતાની જાતને બંધારણ આપ્યું પણ એ જાળવવાની શક્તિ ન આપી; જ ેમણે એક ઝળહળતો વારસો મેળવ્યો પણ એના લાલનપાલનની સમજણ ન મેળવી, જ ેઓ ધીરજથી દુઃખ વેઠ ે છે અને ખમી ખાય છે, પોતાની સંભવિત શક્તિના ખ્યાલ વિના.”માં લેખકનો એકંદર મિજાજ અને પુસ્તકનું વિષયવસ્તુ સ્પષ્ટ થાય છે. નામ યથાર્થ ઠરે છે. વિવિધ વિશ્વવિદ્યાલયોનાં પદવીદાન-વ્યાખ્યાનોમાં લેખકે દિલ ખોલીને યુવાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો છે. ‘યુનિવર્સિટી છોડ્યા પછી તમે શીખવા અમે ભારતના લોકો લેૹ એન. એ. પાલખીવાલા પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1987માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું બીજુ ં પુનર્મુદ્રણ વર્ષઃ 2016 પેપર બેક સાઇઝ 5.5" x 8.5" ISBNૹ 978-81-7229-375-8 પાનાંૹ 24+312 • ૱ 350

298

માંડો તો યુનિવર્સિટીમાં મળેલું રીતસરનું શિક્ષણ તમને ઝાઝું નુકસાન નહીં કરે ’ એમ કહીને આ વડીલ વહાલેશરી વિદ્યાર્થીઓને એવી પણ સલાહ આપે છે કે, ‘જ્ઞાનની શોધ કરતાં મનનો આંતરિક આનંદ માણજો. દરરોજ, થોડી મિનિટ મહાન સાહિત્ય માટે અનામત રાખજો.’ હજુ આઝાદી મળ્યાને માંડ પહે લી પચીસી જ થઈ છે ને ત્યાં ‘અમારે નોકરીઓ જોઈએ છે, ડિગ્રીઓ નહીં’ની રાવ ઊઠી છે. આ અંગે ચિંતિત પદવીધારકોને આશ્વસ્ત કરતાં લેખક જણાવે છેૹ ‘હં ુ તમારી સમસ્યા સમજુ ં છુ ં અને તમારી કપરી દશા પ્રત્યે મારી સહાનુભૂતિ છે પણ એટલું ન ભૂલશો કે ગરીબી અને બેકારીની સમસ્યાઓ આકાંક્ષાઓથી કે સૂત્રોથી ઉકેલાતી નથી. તે લોકોની શ્રદ્ધા અને પ્રતિભાવ, શક્તિ અને સાહસના અખૂટ ભંડારને કામે લગાડી શકે એવી વાસ્તવિક અને વ્યવહારુ આર્થિક નીતિઓથી જ ઉકેલી શકાય.’ લોકશાહીના અનન્ય ચાહક નાની પાલખીવાળા ૧૯૭૫-૭૭નાં વરસોની ઇંદિરાઈ કટોકટીના પ્રખર વિરોધી હોય તે સ્વાભાવિક છે. પરં તુ ‘કટોકટીના સાચા લાભ’ ચર્ચતા પાલખીવાળા જ ે બાબતો તરફ આપણું ધ્યાન દોરે છે, તે આપણા રાષ્ટ્રીયવિમર્શમાં ઓછી ચર્ચાઈ છે. લેખક સ્વાતંત્ર્યની એકમાત્ર રખેવાળ પ્રજાને માને છે. વાડીલાલ ડગલી (૧૯૨૬ • ૧૯૮૫)એ આ પુસ્તકના આરં ભે નાની પાલખીવાળાના પરિચય લેખમાં તેમના વિશે નોંધ્યું છે કે ‘રૂઢ અર્થમાં ગાંધીવાદી નથી... એમણે ગાંધીની કંઠી બાંધી નથી પણ ગાંધીવિચારનું મોણ આત્મસાત્ કર્યું છે. આ બાબત પુસ્તકના ગાંધીજી વિષયક ચારે ક લેખોમાં જોવા મળે છે. ગાંધીજી—અનંતકાળના યાત્રી’માં લખે છે “મહાત્મા ગાંધી પાસે જ ે હતું એને એક શબ્દમાં કહે વું હોય તો સંસ્કૃતમાં વપરાતો બુદ્ધિ શબ્દ વાપરવો જોઈએ. તેમાં સત્યને પારખવાની શક્તિ હજો અર્થ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


સદ્ભાગ્યે આપણે લંગીર ખેંચી કાઢ્યું નથી.’ લેખકે ‘જ ેમની સમક્ષ આખી જિંદગી પડી છે તેવા યુવાન વાચકોને આ પુસ્તકમાં, રાજ્યના યૌવનને પુનઃજીવિત કરવાનો ઉત્કટ અને એકધારો ઉમંગ પ્રેરનારું કંઈક પ્રાપ્ત થાય’ એવી અપેક્ષા સેવી છે.’ પુસ્તકમાંથી પસાર થનાર પ્રત્યેક વાચકને લેખકના વિચારો કરવા પ્રેરે છે. સરવાળે આ લેખસંગ્રહનું વાચન, ચિરં જીવ રસના સાંપ્રતમાં પણ પ્રસ્તુત વિચારોનું બની રહે છે.

છે પણ બહુ ઓછા લોકો પાસે આ શક્તિ છે.” લેખક ભારતીયો વિશે જરી આકરા થઈને લખે છેૹ ‘ભારતને કુ દરતે અસીમ બુદ્ધિ અને આવડત આપી અથવા નિષ્ઠા આપી નથી’ અને ‘છેલ્લા બે દાયકામાં આપણે કેટલાય ત્રિભેટ ે ખોટા વળાંક લીધા છે, સમયનો દુરુપયોગ કર્યો છે અને સોનાને કથીર અને કથીરને સોનું મળ્યું છે.’ તેમ છતાં લેખક આશાવાન છે. ‘આ બધી મૂર્ખાઈઓ અને કમનસીબીઓ કંઈ કાયમ રહે વાની નથી.’ કેમ કે ‘કુ દરતી તત્ત્વોના વ્યવહારની જ ેમ રાષ્ટ્રોના વ્યવહારમાં પણ પવનની દિશા બદલાય છે, ભરતીઓટ ચાલ્યા કરે છે અને નૌકા ડોલે છે.

ચંદુ મહે રિયા Emialૹ maheriyachandu@gmail.com 

આરોગ્યના સ્વરાજ તરફ દોરી જતું પુસ્તક : દિનચર્યા

‘પ્રત્યેક

પ્રાણવાન યુવાનનું એ કર્તવ્ય હોવું જોઈએ કે તે આજની ગંધાતી બદબોથી ભરપૂર અને અનેક દૂષણોથી ભરપૂર જ્ઞાતિસંસ્થાનું નિકંદન કાઢે. જ ે સમાજમાં પૈસાથી સ્ત્રીઓ ખરીદાય છે, સાટાંત્રેખડાં [પહે લો બીજાને, બીજો ત્રીજાને, ત્રીજો પહે લાને સાટુ ં આપે તેવો વહીવટ] કન્યાઓ કમાવાય છે તે સમાજમાં શેની આશા રખાય? એટલે જ એકચક્રાના બકાસૂરથી જ ેમ ત્યાંનો માનવસમાજ પીડાતો હતો તેમ આજ ે એક એક મવાલીથી, જંતુ જ ેવાં પ્રાણીઓથી ખદબદતાં ગામડાં અને શહે રો પીડાતાં જણાય છે.’ આરોગ્યના પુસ્તકમાં જવલ્લે જ જોવા મળે એવી વાત કરતું આ પુસ્તક વીસમી સદીના ગુજરાતના દિનચર્યા લેૹ. બાપાલાલ ગ. વૈદ્ય પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1984માં પ્રકાશિત સુધારે લીબીજી આવૃત્તિનું બીજુ ં પુનર્મુદ્રણૹ 2017 પેપર બૅક સાઇઝૹ 5.5"  ×  8.5" ISBN ઃ 978-81-7229-317-8 પાનાંૹ 150 • ૱ 160

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

પ્રસિદ્ધ વૈદ્યરાજ બાપાલાલ વૈદ્યની અવલોકનઅનુભવ-સંશોધકદૃષ્ટિથી લખાયું છે. આયુર્વેદના કોઈ પણ પુસ્તકમાં અપેક્ષિત હોય એવી ચરક, સુશ્રૂત અને કાશ્યપ સંહિતા ઉપરાંત પશ્ચિમી આરોગ્યશાસ્ત્રીઓએ કરે લાં અનેક સંશોધનો-સંદર્ભો અને ગાંધીજીના આહારવિહારના પ્રયોગોના ઉલ્લેખો પણ ઠેકઠેકાણે મળી આવે છે. આયુર્વેદના પાયાના સિદ્ધાંત—રોગ થાય પછી તેની સારવારને બદલે રોગ થાય જ નહીં, એ માટેની જીવનશૈલી—અંગે તો આ પુસ્તક પૂરતો પ્રકાશ પાડે જ છે, સાથોસાથ ‘સુધારાના આગમન’ (કહે વાતા વિકાસ) સાથે સમાજમાં પેસી ગયેલી બદીઓ તરફ પણ આંગળી ચીંધે છે. રોજબરોજની સામાન્ય લાગતી શારીરિક ક્રિયા જ ેવી કે ઉષ:પાન, જલપાન, શૌચ, વ્યાયામ, સ્નાન, ભોજનથી લઈને આયુષ્યમાન થવાના ઉપાયો અંગેનાં કુ લ મળીને ૩૩ પ્રકરણોમાં લખેલી ઘણી વાતો આપણી પરં પરાગત માન્યતાનો છેદ ઉડાવે છે. ‘જાગ્યા ત્યારથી સવાર’ સમજી નવેસરથી દિનચર્યા આરં ભવા પ્રેરે છે. સં.

299


જીવનની નાની ગણાતી વાતોમાં પણ ઊ�ડા ઊતરનાર મહામાનવની વાત: બહુ રૂપી ગાંધી

ડી.

જી. તેંદુલકરે (૧૯૦૯-૧૯૭૧) આઠ ભાગમાં લખેલી સઘન ગ્રંથ-શ્રેણી ‘મહાત્મા’માંથી બાળકોને ગળે ઊતરી જાય તેમ રસાળ શૈલીમાં બંગાળી લેખિકા અનુ બંધોપાધ્યાયે એક નાનું પુસ્તક ‘બહુરૂપી ગાંધી’ તૈયાર કર્યું. મૂળે અંગ્રેજીમાં લખાયેલા આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ અસલને પણ આંટી જાય તેમ જિતેન્દ્ર દેસાઈએ કર્યો છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા મે ૧૯૭૦માં ગુજરાતી અનુવાદની પ્રથમ આવૃત્તિ અને એપ્રિલ ૧૯૯૮માં બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ. બંને આવૃત્તિની કુ લ ૪,૦૦૦ પ્રતનું મુદ્રણ થયું. ક્રાઉન સાઇઝનું આ પુસ્તક કુ લ ૨૩૨ પાનાં અને બાળકોને ગમે એવું રં ગીન મુખપૃષ્ઠ ધરાવે છે. કાચા પૂંઠાવાળા મુખપૃષ્ઠ ઉપર લેમિનેશન છે. પુસ્તકની બાંધણી સાદી-સિલાઈવાળી છે. આ પુસ્તક વિશેષપણે બાળકો માટે છે, તેમ છતાં યુવાનો-મોટેરાંઓની વાચનરુચિ જળવાઈ રહે , તેવી રસિક રજૂ આત છે. પુસ્તકનું શીર્ષક વાંચતાં જ એક વાર્તા યાદ આવે છે. છ અંધજનો અને એક હાથીની વાર્તા. એ છએ જણ હાથીના અલગ અલગ અંગને સ્પર્શે છે અને હાથી કોઈને થાંભલા જ ેવો, તો કોઈને દીવાલ જ ેવો… કોઈને હાથ-પંખા જ ેવો, તો કોઈને પાઇપ જ ેવો… કોઈને ઝાડની ડાળી જ ેવો, તો કોઈને દોરડા જ ેવો લાગે છે. હાથી એક જ છે પણ તેના કોઈ એક જ અંગને પારખવાનું હોય તો હાથી આવા વિભિન્ન રૂપે બહુરૂપી ગાંધી લેૹ અનુ બંધોપાધ્યાય અનુ. જિતેન્દ્ર દેસાઈ, પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર બીજી આવૃત્તિૹ 1998 પેપર બેક સાઇઝૹ 4.75" x 7" ISBNૹ 81-7229-213-9 પાનાંૹ 8+222 • ૱ 40

300

દેખાય… તેવું જ ગાંધીજીના કિસ્સામાં પણ બને છે. સ્થળ, સમય-સંજોગ અને જરૂરિયાતના આધારે તેઓ સ્વેચ્છાએ સામેની વ્યક્તિને અનુરૂપ ‘રૂપ’ ધારણ કરી લેતા. પુસ્તકનું આમુખ તત્કાલીન વડા પ્રધાન શ્રી જવાહરલાલ નેહરુની કલમે લખાયું છે. તેમણે લખ્યું છે, “જીવનની નાની ગણાતી વાતોમાં પૂરેપૂરા ઊંડા ઊતરીને કામ કરવાની તેમની રીતમાં જ તેમની માનવતા તરી આવે છે. તેમના ચારિત્ર્યનો એ પાયો છે. રાજકારણ અને જાહે રજીવનથી તદ્દન નિરાળી બાબતોમાં ગાંધીજીએ જુ દી જુ દી ઢબે કેવી રીતે કામ કર્યું તેની વાત કહે તું આ પુસ્તક લખાયું તેથી મને આનંદ થયો છે.” કુ લ ૨૭ પ્રકરણોમાં પ્રસ્તુત થયેલાં બાપુનાં બહુરૂપો અને બાપુના જીવનમાં બનેલા મુખ્ય બનાવોની તવારીખ પુસ્તકને દમદાર બનાવે છે. પ્રથમ પ્રકરણમાં ‘કર્મવીર’ તરીકે બાપુની પ્રાથમિક ઓળખ આપવામાં આવી છે. વિલાયતમાં જઈને બારિસ્ટર થઈને આવેલા ગાંધીજી મહે નત-મજૂ રીનું કોઈ પણ કામ સહે જપણ શરમ કે સૂગ રાખ્યા વિના નિરં તર કરતા રહે તા. તેઓ જયારે ખૂબ થાકી જતા ત્યારે શક્તિ મેળવવા માટે ઈશ્વરની પ્રાર્થના કરતા. તેમની અદ્ભુત કર્તવ્યનિષ્ઠા અને કાર્યશક્તિ માટે દક્ષિણ આફ્રિકાના તેમના સાથીદારોએ તેમને ‘કર્મવીર’ તરીકે બિરદાવ્યા હતા. આ ઉપરાંત, આ પુસ્તકમાં ગાંધીજીએ જીવનકાળ દરમિયાન ભજવેલાં શિક્ષક, વણકર, કાંતનાર, વાણિયા, ખેડૂત, હરાજી કરાવનાર, ભિખારી, લૂંટારા, જ ેલનું પંખી, સેનાપતિ, લેખક, પત્રકાર, મુદ્રક અને પ્રકાશક, ફે શન-સર્જક, મદારી તેમ જ પુરોહિત તરીકેનાં રૂપ વિવિધ પ્રેરણાત્મક પ્રસંગો સહિત નિરૂપવામાં આવ્યાં છે. [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


બાપુની બહુરૂપી પ્રતિભાનો આ પુસ્તક-સ્વરૂપે અચૂક સાક્ષાત્કાર કરવો રહ્યો!’ આ પુસ્તકનાં પ્રકરણોનો સમાવેશ પાઠ્યપુસ્તકોમાં કરવામાં આવે તો ચોક્કસ અસરદાર નીવડે જ, તેમાં કોઈ બેમત નથી! ધિરે ન પંચાલ

મૂળ અંગ્રેજી પુસ્તકમાંનાં શ્રી આર. કે. લક્ષ્મણનાં છ રે ખાંકનો આ પુસ્તકમાં પણ લેવાયાં છે, જ ે પુસ્તકના મૂલ્યમાં અભિવૃદ્ધિ કરે છે. અંતે, લેખકની ભાવના ટપકાવું છુ ,ં “જો હજાર વાચકોમાંથી એકાદ યુવાન વાચક ગાંધીજીએ કરે લાં કામોમાંથી એકાદું કામ પણ કરશે તો હં ુ રાજી થઈશ.”

Emailૹ dhiren24x7works@gmail.com 

નવી પેઢીને ગાંધીજીનો પરિચય કરાવવાનો ઉપક્રમ GANDHI : The alternative to violence

ફાધર

વાલેસના ગાંધીજી વિશેના આ સૌપ્રથમ અંગ્રેજી પુસ્તકમાં ગાંધીજીના જીવનના અતિ મહત્ત્વના પ્રસંગોને આવરી લીધા છે. મહાત્મા ગાંધીના જીવન પર આધારિત આ પુસ્તક નાનાં નાનાં ૧૭ પ્રકરણોમાં વહેં ચાયેલું છે અને તે દ્વારા ગાંધીજીનો જીવનસંદેશ નવી પેઢીમાં અંગ્રેજી મારફત પહોંચાડવાનો ઉપક્રમ આદર્યો હોય તેમ જણાય છે. ૧૫૦થી ઓછાં પાનાંનું પાઠ્યપુસ્તક નજીકના કદનું આ પુસ્તક ગાંધીજીની જીવનયાત્રાને સરળ ભાષામાં રજૂ કરી આપે છે. અમદાવાદના કોઈ ઘરમાં બે નાના વિદ્વાનો એટલે કે ભણતાં છોકરાઓની વાતથી પહે લા પ્રકરણ—પાઠ ચોથો— અને પુસ્તકની માંડણી કરી છે. પાઠ્યપુસ્તકમાં તેઓ ગાંધીજીને ભણે છે પણ ફાધરને લાગે છે કે ગાંધીને પાઠ્યપુસ્તકમાંથી બહાર કાઢવાની જરૂર છે. તેમને, તેમના વિચારોને, અહિં સા અને શાંતિની વાતોને, કાને ધરવાની અને તેમના ઉદાહરણમાંથી શીખ GANDHI : The alternative to violence Authroૹ Carlos G. Valles Published by Navajivan Second Edition: 2017 ISBNૹ 978-81-7229-445-8 Paper Back Size : 5.5"x8.5" Pgsૹ 144 • ૱ 150 • $ 5

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

મેળવવાની આવશ્યકતા છે. કોઈ સિદ્ધહસ્ત નવલકથાકાર જ ે રીતે કથાની માંડણી કરે તેવા કૌશલ્યથી ફાધરે બે બાળકોની આ નાનકડી ઘટનાને રજૂ કરીને પછીનાં પ્રકરણોમાં, ગાંધી કેટલા સામાન્ય હતા, કેવા શરમાળ હતા, કેવા ડરપોક હતા અને છતાં તેમણે કેવો જબરદસ્ત વિકાસ સાધ્યો અને કેવી રીતે દક્ષિણ આફ્રિકાની લડત લડી અને ભારત પરત ફર્યા પછી તો મહાત્મા પણ કહે વાયા... આ બધો જ ઇતિહાસ ખૂબ લાઘવથી, સરળતાથી અને અધિકૃ ત વિગતો સાથે રજૂ કર્યો છે. ગાંધીજીની આત્મકથા, કાકાસાહે બ કાલેલકરનાં લખાણો અને અન્ય સંદર્ભો ઉપરાંત શંકરલાલ બૅંકરનાં સ્મરણોમાંથી ઘટનાઓ-પ્રસંગો મૂક્યાં છે. મુખપૃષ્ઠ પર ગાંધીજીનું મીંચેલી આંખોવાળું સુંદર રે ખાચિત્ર છે તો પાછળના ભાગે ફાધરનો કરચલીવાળો ચહે રો અને પરિચય છે. પુસ્તકના શીર્ષકમાં ગાંધીજીને હિં સાના વિકલ્પ રૂપે રજૂ કર્યા છે. ‘મારું જીવન એ જ મારી વાણી’ એવો ગાંધીજીનો સંદેશ આપણે બધા જાણીએ છીએ એટલે હિં સાનો વિકલ્પ અહિં સા એવું નહીં, હિં સાનો વિકલ્પ ગાંધીજી, એમ અહીં મૂકવામાં આવ્યું છે. અહીં ગાંધી એટલે ગાંધીવિચાર અને ગાંધીવિચાર એટલે ગાંધીજીનું જીવન એવું સમીકરણ વાચકોને-નવી પેઢીને બરાબર સમજાઈ રહે એવું છે. ડંકેશ ઓઝા

Email: dankesh20.oza@gmail.com

301


શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજીના આધ્યાત્મિક સંબંધનો ઐતિહાસિક દસ્તાવેજ: શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી

શતાવધાની શ્રીમદ્. એકસાથે સો અવધાન કરવાની

અદ્ભૂત શક્તિ અને સ્મરણ શક્તિ ધરાવતા શ્રીમદ્. આઠ વર્ષની ઊંમરે ૫૦૦૦ કડીઓ રચનાર શ્રીમદ્. નવ વર્ષની વયે રામાયણ અને મહાભારત સંક્ષેપમાં પદ્યમાં રચનાર શ્રીમદ્. સાક્ષાત્ સરસ્વતીનું બિરુદ અને સુવર્ણચંદ્રક મેળવનાર શ્રીમદ્. વિદેશી વસ્ત્રો અને હીરામોતીના વેપારી શ્રીમદ્ અને ગાંધીજી જ ેમનાથી પ્રભાવિત થયા હતા એવા શ્રીમદ્. આ શ્રીમદ્ અને ગાંધીજી કઈ રીતે સંપર્કમાં આવ્યા, શ્રીમદે ગાંધીજીને કઈ રીતે પ્રભાવિત કર્યા, ગાંધીજી તેમના વિશે શું માનતા હતા, અને તેમની વચ્ચે કયા પ્રકારનો પત્રવ્યવહાર થયો તે વિગતોનું સંપાદન મુકુલભાઈ કલાર્થીએ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી નામના પુસ્તકમાં ત્રણ ખંડમાં કર્યું છે. પુસ્તકની પ્રસ્તાવના પંડિત સુખલાલજીએ લખી છે એ રીતે પણ પુસ્તકનું મૂલ્ય વધી જાય છે. સુખલાલજીએ નોંધ્યું છે કે, ‘શ્રીમદ્ વિશે ગાંધીજી ક્યાંય બોલ્યા હોય કે એમણે જ ે કાંઈ લખ્યું હોય તે બધું જ આ પુસ્તિકામાં એક જ સ્થળે વિભાગવાર સંકલિત કરે લું હોઈ તે દરે ક જિજ્ઞાસુ અને મુમુક્ષુને ઉપકારક થઈ પડે તેવું છે. હં ુ જાણું છુ ં ત્યાં લગી શ્રીમદ્ વિશેના ગાંધીજીના અભિપ્રાયો, લખાણો અને પત્રો એ બધાનો એક જ સ્થળે ક્યાંય સંગ્રહ થયો નહોતો. પ્રસ્તુત પુસ્તિકા આવો એક સંગ્રહ છે.’ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી સં.ૹ મુકુલભાઈ ક્લાર્થી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1964માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું પુનર્મુદ્રણ વર્ષૹ 2000 પેપર બેક સાઇઝૹ 4.75"x7" પાનાંૹ 126 • ૱ 50

302

૧૮૯૧ના જુ લાઈ માસમાં વિલાયતથી બેરિસ્ટર થઈને હિં દ પાછા ફર્યા, ત્યારે તેમના મિત્ર ડૉ. પ્રાણજીવનદાસ મહે તાને ત્યાં આ મુલાકાત થઈ. ડૉ. પ્રાણજીવનદાસના વડીલ ભાઈ પોપટલાલના જમાઈએ ‘કવિ છતાંયે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે, શતાવધાની છે.’ કહી બારિસ્ટર ગાંધીની રાજચંદ્ર સાથે ઓળખાણ કરાવી. એ પછી તો તેમનો ઘણો પત્રવ્યવહાર ચાલ્યો જ ેમાં એક મહત્ત્વનો પત્ર તે ે ા ૨૭ પ્રશ્નો. યુવાન ગાંધીએ રાયચંદભાઈને પુછલ તેના ગાંધીને સંતોષકારક જવાબ મળ્યા. ગાંધીજીએ રાયચંદભાઈનું વર્ણન આ શબ્દોમાં કર્યું છે: ‘તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જ ે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃ ત્રિમતા નથી… ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવ વિશે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું…ભોજનમાં જ ે મળે તેથી સંતુષ્ટ રહે તા. પહે રવેશ સાદો. ચાલ ધીમી હતી. આંખમાં એકાગ્રતા. કંઠમાં માધુર્ય. ચહે રો હસમુખો ને પ્રફુલ્લિત. ભાષા પરિપૂર્ણ. સંસ્કારી અને જ્ઞાની.’ ‘ગાંધીજીના કેટલાક મિત્રો તેમને ખ્રિસ્તી થવા સમજાવી રહ્યા હતા’ અને ‘મુસલમાન મિત્રોનો પણ પ્રયત્ન હતો કે, ગાંધીજી ઈસ્લામનો અભ્યાસ કરે ’ એવા વખતે ‘શ્રીમદે ગાંધીજીને ધીરજ રાખવા ને હિં દુધર્મનો ઊંડો અભ્યાસ કરવા ભલામણ કરી’ ગાંધીજીની આ આધ્યાત્મિક ભીડમાં શ્રીમદ્‌ની સહાય ઉપકારક નીવડી. ગાંધીજીનો હિં દુ ધર્મ પ્રત્યનો આદર વધ્યો અને એની ખૂબી તેઓ સમજવા લાગ્યા. ગાંધીજીએ તેમની સાથે આત્મા, ઈશ્વર, મોક્ષ, આર્ય ધર્મ, વેદ, ખ્રિસ્તી ધર્મ તથા ધર્મ અને અધ્યાત્મ સંદર્ભે પત્રવ્યવહાર કર્યા હતા. એક તબક્કે ગાંધીજીએ રાયચંદભાઈને ગુરુપદે સ્થાપવાનું પણ નક્કી કર્યું હતું [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


નથી પાડી શક્યા.’ એ જોતાં ગાંધીજીના હૃદય અને મનમાં આ હદે સ્થાન જમાવનાર રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) અને ગાંધીજીના આધ્યાત્મિક સંબંધને જાણવા આ પુસ્તક ઉપયુક્ત બની રહે છે. ટીના દોશી

પરં તુ આત્મકથામાં લખે છે તેમ, ‘રાયચંદભાઈ વિશે મારો આટલો આદર છતાં, તેમને હં ુ મારા ધર્મગુરુ તરીકે હૃદયમાં સ્થાન ન આપી શક્યો. મારી એ શોધ આજ પણ ચાલુ છે.’ પણ સાથે એમેય લખે છે, ‘જ ે છાપ મારા પર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ

Email : parultina@gmail.com

જૂ ના યુગના તહે વારોને નવા યુગની પ્રેરણાએ ઊજવવા પ્રેરતું પુસ્તક : જીવતા તહે વારો

‘વરુની

પેઠ ે ખાવું, બિલાડીની પેઠ ે બગાસાં ખાવાં, અને અજગરની પેઠ ે પડ્યા રહે વું એ તહે વારનું મુખ્ય લક્ષણ કોક કોક ઠેકાણે થઈ પડ્યું છે. એક તહે વાર એટલે ત્રણ દિવસનો બગાડ એટલું તો ખરું જ.’ દેશ આખામાં ફરે લા ને પોતાના સાહિત્યમાં આખા દેશના રાષ્ટ્રીય તેમ જ સાંસ્કૃતિક સવાલોને ઝીલતા રહે લા કાકાસાહે બના જીવતા તહે વારો પુસ્તકનો આ ધૂંઆધાર પ્રારં ભ છે. ગાંધીજીએ જ ેમને ‘સવાયા ગુજરાતી’નું બિરુદ આપ્યું હતું તેવા કા.કા.એ ગુજરાતની સંસ્કૃતિને જ ેવી જોઈ-જીવી-માણી, તેમાં પોતાના ચિંતનનું મોણ મેળવીને સરળ શૈલીમાં આ પુસ્તક આ લેખ્યું છે. તહે વારોની ઉજવણીની ખોટી રીતો જોતાં એક તબક્કે ‘તહે વારો કાઢી જ નાખીએ તો કેમ?’ એ દૃષ્ટિએ પણ વિચાર કરીને આખરે , તહે વારો અને ઉત્સવોનું જીવનમાં વિશિષ્ટ અને મહત્ત્વનું સ્થાન છે એમ પ્રતીત જીવતા તહે વારો લે.ૹ કાકાસાહે બ કાલેલકર પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1972માં પ્રકાશિત સુધારે લી છઠ્ઠી આવૃત્તિનું બીજુ ં પુનર્મુદ્રણ વર્ષૹ 2016 પેપરબેક સાઇઝૹ 5 .5"×8.5" ISBNૹ 978-81-7229-421-2 પાનાંૹ 10+350 • ૱ 180

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

કરાવે છે. સર્વ ધર્મના અને રાષ્ટ્રીય તહે વારો મળીને કુ લ ૫૯ પ્રકરણો અને એમાં કેટલાંકનાં પેટા પ્રકરણો સાથેના આ પુસ્તકમાં, ક્યાંક પરં પરા કે રિવાજને પ્રોત્સાહન છે તો ક્યાંક પરં પરાના નામે ચડી વાગેલી અંધશ્રદ્ધાને વખોડી પણ છે. ક્યાંક હૃદયના ભાવ છે તો ક્યાંક બુદ્ધિને સંકોરતું ચિંતન પણ છે. ‘રાજકીય એકતા ટકાવવા માટે સાંસ્કૃતિક એકતાને મજબૂત કર્યે જ છૂટકો’ કહે તાં, કાકાના લખાણમાં શ્રદ્ધા અને તર્કનું મિશ્રણ એવું ઝિલાયું છે કે પ્રકાશકીય નિવેદનમાં નોંધાયું છે કે ‘આજના જમાનામાં કેવળ શ્રદ્ધાથી કામ નહીં ચાલે અને કેવળ તાર્કિક અશ્રદ્ધાથી પણ સામાજિક આત્મા સંતુષ્ટ ન થાય. બંનેનો જ્યાં સમન્વય હોય એવાં લખાણો જ લોકહૃદયને પૌષ્ટિક ખોરાક પૂરો પાડી શકે.’ ૧૯૩૪માં પહે લી વાર પ્રકાશિત આ પુસ્તક એ પછીના છ દાયકામાં થયેલી છઠ્ઠી આવૃત્તિના છઠ્ઠા પુનર્મુદ્રણ પછીયે આપણને આજના જમાના પ્રમાણેની દૃષ્ટિ કેળવવામાં નિમિત્ત બની રહે છે. ગાંધીજીના બલિદાનને યાદ કરીને પ્રસ્તાવનાના આખરમાં કા.કા. લખે છે, ‘નવા યુગની નવી પ્રેરણા પોતાના [નવા] સંવર્ધકને અને કીર્તનકારને માગી લેશે. એ જ ે કોઈ હોય તેને પ્રણામ કરી જીવતા તહે વારોની આ ચોપડી સમાજના હાથમાં સોંપી દઉં છુ .ં ’ સં. 303


સ્વસ્થ અને ચેતનવંતા જીવનનું શિ�ણઃ હૃદયરોગ—સવા�ગી અિભગમ

સ્વસ્થ

અને સમૃદ્ધ સમાજની રચના માટે જુ દા જુ દા ક્ષેત્રમાં કાર્યરત અનેક પ્રતિભાશાળી વ્યક્તિત્વો આજીવન સમર્પિત રહી પોતાનું યોગદાન આપતાં જોવા મળે છે. ગુજરાતમાં કાર્યરત, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય અગ્રહરોળમાં સ્થાન પામેલા ડૉ. રમેશ કાપડિયા માનવ આરોગ્ય અને સ્વાસ્થ્યક્ષેત્રે પ્રદાન આપી રહે લું આવું જ એક વ્યક્તિત્વ છે. કૉરોનરી હૃદયરોગની સારવારમાં સફળ, સરળ અને ઓછો ખર્ચાળ ઉપાય શોધી બતાવવાના ધ્યેય સાથે તેમણે ‘યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામ’ તરીકે ઓળખાયેલી ઉપચારપદ્ધતિ શરૂ કરી તે અન્વયે એક દાયકામાં દસ પુસ્તક-પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવ્યાં. ૨૦૧૦ના વર્ષમાં આ તમામ પુસ્તકપુસ્તિકાઓના અર્ક સ્વરૂપે હૃદયરોગૹ સર્વાંગી અભિગમના પ્રકાશન દ્વારા તેમણે સમાજને શ્રેષ્ઠ ભેટ આપી છે. ડેમી સાઇઝના ૨૨+૨૫૦ પેજની સાથે આર્ટપેપરનાં ૧૨ પેજ ફોટોગ્રાફ્સ ધરાવતા આ પુસ્તકને કુ લ નવ વિભાગમાં વહેં ચવામાં આવ્યું છે. દરે ક વિભાગના પેટાવિભાગો દ્વારા મુદ્દાવાર કૉરોનરી હૃદયરોગ સંબંધિત તમામ બાબતોને ખૂબ જ સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે. પહે લા વિભાગમાં હૃદયરોગની સમસ્યા વિશે, તેનાં પ્રકાર, કારણો, ઉપાયો, સારવારની પદ્ધતિ અને બીજાત્રીજા વિભાગમાં હૃદયરોગ—સર્વાંગી અભિગમ લેૹ રમેશ કાપડિયા પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 2010માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું પાંચમું પુનર્મુદ્રણૹ 2014 પેપરબેક સાઇઝૹ 5.5 "×8.5" ISBNૹ 978-81-7229-418-2 પાનાંૹ 22+250 • ૱ 150

304

આ રોગનાં ભાવનાત્મક કારણો જ ેવાં કે નકારાત્મક વૃત્તિઓ, વિવિધ કારણોસર થતો તણાવ અને તેના નિવારણના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી છે. ચોથા વિભાગમાં કૉરોનરી હૃદયરોગમાં વિજ્ઞાન અને અધ્યાત્મને સાંકળીને માનવશરીર અને ચેતના વિશે તથા પાંચમા વિભાગમાં હૃદયરોગમાં શવાસન અને હળવી કસરતોથી થતી હકારાત્મક અસરો વિગતે સમજાવવામાં આવી છે. છઠ્ઠા વિભાગમાં ધ્યાન દ્વારા હૃદયરોગના ઉપચાર વિશે ચર્ચા કરવામાં આવી છે. ધ્યાન એટલે શું?, ધ્યાન શા માટે? ધ્યાન કરવાની રીત, ધ્યાનથી ફાયદા અને ધ્યાનના વિજ્ઞાન વિશે સમજ આપવામાં આવી છે. સાતમા વિભાગમાં આહારનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. હૃદયરોગમાં વધુ પડતું વજન અને કોલેસ્ટરૉલનો ફાળો મોટો જોવા મળે છે. આહાર સાથે આ બાબતો સીધી સંકળાયેલી હોય છે. પુસ્તકના આઠમા વિભાગમાં આ કાર્યક્રમ અને તે દ્વારા મળેલી સિદ્ધિની માહિતી આપવામાં આવી છે. છેલ્લા નવમા વિભાગમાં કૉરોનરી હૃદયરોગ વિશે વારં વાર પુછાતા પ્રશ્નો અને તેના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા છે. હૃદયરોગ જ નહીં, કોઈ પણ રોગમાંથી મુક્તિ મેળવવા માટે દવાઓ કે તબીબી સારવાર જ ેટલી જ જરૂર યોગ્ય જીવનશૈલીની પણ છે. ક્રોધ, ઈર્ષાવૃત્તિ, સ્વાર્થ, વેરભાવના, ટીકાત્મક અને નકારાત્મક વલણ માણસના આંતરિક શત્રુઓ છે. યુનિવર્સલ હીલિંગ કાર્યક્રમ જીવનમાં હકારાત્મક વલણને અપનાવી આંતરિક શત્રુરૂપી વૃત્તિઓમાંથી મુક્ત થઈ, શરીરમાં રહે લી આંતરિક શક્તિને કાર્યરત કરી સ્વસ્થ અને તંદુરસ્ત બનવાની કળા શીખવે છે. કુ દરતમય જીવન, સમતોલ, સાદો અને પૌષ્ટિક આહાર, જરૂરી શારીરિક શ્રમ, ઉત્તેજક પીણાં તેમ જ ખાદ્યપદાર્થોનો અને સ્વાર્થવૃત્તિનો ત્યાગ માણસને શ્રેષ્ઠ અને સમૃદ્ધ જીવન [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


પાંચ દાયકાથી વધુ વ્યવસાયિક અનુભવમાંથી નીપજ ેલું અમૃતસમું ભાથું છે.

તરફ લઈ જાય છે એ આ પુસ્તકમાં સચોટ દર્શાવવામાં આવ્યું છે. આ પુસ્તક માત્ર હૃદયરોગ માટે જ નહીં, પરં તુ સ્વસ્થ જીવન જીવવાની કળાનું શિક્ષણ આપતું લેખકના

કપિલ રાવલ Emailૹ kapilrawal@gmail.com 

સમાજનું માનસિક અને શારીરિક આરોગ્ય સાચવવાની �ષ્ટિ કે ળવતું પુસ્તક : સમૂહજીવનનો આચાર

‘આ

સંસારમાં આપણે તો છીએ જ; પણ આપણા સિવાય બીજાય ઘણા છે, અને સૌને સુખશાંતિથી રહે વું છે ને જીવનનાં કર્મધર્મ કરતાં રહે વું છે. શું કરીએ તો આમાં વધારે માં વધારે અનુકૂળતા ઊભી થાય, ઘર્ષણો ટળે ને વ્યવહાર સ્નિગ્ધ બને?’ અનેક લોકોને ક્યારે ક ને કયારે ક થયેલા આ મતલબના સવાલનો ‘ગાંધીવિચાર પ્રમાણે પોતે ઘડાવું અને સમાજને ઘડવો’ને પોતાનું જીવનકાર્ય બનાવનાર બબલભાઈ મહે તાએ જવાબ આપ્યો છે. સમાજજીવનમાં પોતાને થયેલાં અવલોકનો-અનુભવો પર ચિંતન-મનન-મંથન કરીને તેમણે લખેલું પુસ્તક એટલે સમૂહજીવનનો આચાર. પ્રકાશકના નિવેદનમાં કહે વાયું છે તેમ, ‘અહીં [પુસ્તકમાં] જ ે કેટલુંક કહે વાયું છે તે કહે વાની પણ શી જરૂર છે એમ પહે લી નજરે આપણને લાગે. સમૂહજીવનનો આચાર લેૹ બબલભાઈ મહે તા પ્રકાશકૹ ગૂજરાત વિદ્યાપીઠ 1965માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું અગિયારમું પુનર્મુદ્રણૹ 2015 પેપરબેક સાઇઝૹ 5 "×7" ISBNૹ 978-81-86445-34-1 પાનાંૹ 16+112 • ૱ 30

આ બધું તો આપણે જાણીએ છીએ એવો દાવો કરનારા પણ માત્ર જાણે છે જ.—એનો અમલ નથી કરતા! એટલે આવી વાતો શ્રી બબલભાઈ જ ેવા અધિકારી સમાજનિષ્ઠ શિક્ષક દ્વારા થતી રહે તે ખૂબ જરૂરનું લાગ્યું છે.’ કઈ છે એ વાતો? ઘરમાં, શિક્ષણ સંસ્થાઓમાં, પ્રવાસમાં, સંસ્કારકેન્દ્રોમાં, બજારમાં, જાહે ર સ્થળોમાં સામાન્ય વ્યક્તિથી લઈને જાહે ર સેવકે કેવી રીતે વર્તવું જોઈએ તેની વાતો માત્ર અડધાથી લઈને વધુમાં વધુ બે પાનાંનાં કુ લ ૯૦ પ્રકરણોમાં લખી છે. પ્રકાશકના નિવેદનમાં લખ્યું છે તેમ આ બધું આપણે જાણીએ છીએ પણ એ આચારમાંય ઊતરે ‘એ વધુ મહત્ત્વનો મુદ્દો છે એટલે આપણે એને કારગત કરવા માટે શું શું કરી શકીએ’ તે બબલભાઈએ ‘સરળ અને અર્થવાહી ગદ્ય’માં અને ‘જ ેટલા પ્રમાણમાં સારું અને વ્યાપક કામ થશે એટલા પ્રમાણમાં એનું વળતર સમાજને અચૂક મળશે, એવા વિશ્વાસ સાથે લખ્યું છે. સાક્ષરતાદર ને ડિગ્રીઓ વધતાં જાય છે પણ કેળવણી થતી નથી ને વ્યક્તિ મત આપવાની ઉંમરે પહોંચી જાય છે પણ સાચો નાગરિક બની શકતો નથી એવા વિરોધાભાસી સમાજમાં આ પુસ્તક ઘેર ઘેર પહોંચતું કરવા જ ેવું છે. સં.

શ્રી બબલભાઈ આપણા ફરતા પરિવ્રાજક છે. એટલે એમની નજરમાં આપણું સમગ્ર સમૂહજીવન આવી જાય છે. એની વાસ્તવિકતાની પકડ પણ એમને છે. તેથી જ્યાં છીએ ત્યાંથી એક ડગલું પણ આગળ જવા માટે કેવો આચાર આપણે કરવો જોઈએ એનું માર્ગદર્શન આપવાને એ સમર્થ સ્મૃતિકાર છે એમ જો હં ુ કહં ુ તો હં ુ જાણું છુ ં કે હં ુ અતિશોયક્તિ કરતો નથી. [પુસ્તકમાંથી પ્રકાશકના નિવેદનનો અંશ]

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

305


મૂલ્યકે ન્દ્રી મધુનો સંચય : મધપૂડો

નેવું

સો વરસોમાં જીવનશૈલી જ નહીં, જીવનમૂલ્યો પણ ધરમૂળથી બદલાઈ જતાં હોય છે, છતાં મૂળભૂત માનવીય મૂલ્યો લગભગ અચળ રહ્યાં છે. આ મૂલ્યો કયાં? નામ પાડીને તેમને અલગ પાડવા મુશ્કેલ છે, પણ પ્રેમ, કરુણા, પરોપકાર, શ્રમ, અહિં સા જ ેવી અનેક બાબતોનો તેમાં સમાવેશ કરી શકાય. પોતપોતાના યુગમાં થઈ ગયેલા વિચારકોએ માનવજાતને ભલે કોઈ પણ વિચારધારા અર્પી હોય, તેના કેન્દ્રમાં સદાય મૂળભૂત માનવીય મૂલ્યો જ રહ્યાં છે. ગાંધીજીના જીવનનું ચાલકબળ આ મૂલ્યો જ હતું, તેમ તેમની સાથે સંકળાયેલા અનેક સાથીદારોનું પણ ખરું. આશ્રમના વિદ્યાર્થીઓને અપાતી કેળવણીમાં આથી જ પુસ્તકિયા નહીં, જીવનલક્ષી બાબતો કેન્દ્રસ્થાને હતી. ‘મધપૂડો’ નામના હસ્તલિખિત દ્વિમાસિકમાં આશ્રમના શિક્ષકો જ ે લેખો લખતા તેનો આશય પણ આ જ રહે તો. શિક્ષકો પણ કેવા કેવા? કાકા કાલેલકર, વિનોબા ભાવે, મહાદેવ દેસાઈ, ચંદ્રશંકર શુક્લ, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાળા, સ્વામી આનંદ અને ખુદ ગાંધીજી! કાર્યશૈલી અલગ અલગ, છતાં આ સૌમાં સામાન્ય કહી શકાય એવી અસામાન્ય બાબત એક જ હતી. અને એ હતી: ‘આશ્રમના શિક્ષકો પણ પોતાને વિદ્યાર્થીઓ જ ગણે છે.’ આવા શિક્ષકોનાં લખાણો મધપૂડો શીર્ષકથી જ પહે લવહે લી વાર ૧૯૨૬માં પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં, જ ેનું સાતમું પુનર્મુદ્રણ ૨૦૧૩માં કરવામાં આવ્યું. મધપૂડો પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1926માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું સાતમું પુનમુદ્રણ વર્ષઃ 2013 પેપરબૅક સાઇઝૹ 4.75"×7" ISBNૹ 978-81-7229-448-9 પાનાંૹ 144 • ૱ 60

306

કુ લ ૧૪૪ પૃષ્ઠોમાં બધું મળીને ૩૩ લખાણોનો આ સંચય છે, જ ેમાં પ્રાર્થના, ગીતો, પત્રો, પ્રવાસવર્ણન, બોધકથા, ઇતિહાસકથા જ ેવાં અનેક સ્વરૂપોનો સમાવેશ કરવામાં આવેલો છે. ‘ઘોડાનું બંધન’ નામની કથામાં જુ ગતરામ દવેએ બહુ સરસ રીતે આલેખ્યું છે કે હાથીનું કદ જોઈને ભયભીત બનેલો ઘોડો હાથીથી છુ ટકારો મેળવવા માટે માનવને શરણે જાય છે. માનવ તેને મદદ કરે છે, પણ ઘોડો પોતાની સ્વતંત્રતા એ હદે ખોઈ બેસે છે કે આજ ે તેને એ પણ યાદ નથી કે સ્વતંત્રતા એટલે શું? ઉપરથી સીધીસાદી જણાતી આ વાર્તા આજ ે પણ કેટલી બંધબેસતી છે! એક કાલ્પનિક ઉપાધિથી બચવા માટે બીજા કોઈ અનિષ્ટને શરણે જતી માનવજાતને તે કેટલું બધું લાગુ પડે છે. ‘મહે લનું ચિત્ર’ કથામાં કાકાસાહે બે પોતાના અજબ મહે લનું ચિત્ર દોરાવવા માગતા રાજા અને તેને દોરતા વિરક્ત ચિત્રકારની વાત કહી છે. સમસ્ત સૃષ્ટિમાં ટપકાં જ ેવો દેખાતો મહે લ અને એ ટપકાં જ ેવા મહે લમાં પણ તેની એકેએક ખૂબીઓને ઉજાગર કરતાં ચિત્રકારની કુ શળતાની સાથે સાથે ‘વિશ્વપતિના વૈભવમાં નૃપતિના મહે લનું સ્થાન’ પણ અહીં દેખાડવામાં આવ્યું છે. ‘સ્વર્ગીય શાળા’માં વિનોબાજીએ દેવતાઓની નિશાળની વાત કરી છે. તેમાં ભણતા બ્રહ્માજી સૃષ્ટિનું અને માણસનું સર્જન કરે છે અને પછી અક્કલની વહેં ચણી અસમાન રીતે થતાં માણસો માંહોમાંહે લડવા લાગ્યાં. આ કથાના અંતમાં પ્રથમ વિશ્વયુદ્ધનો ઉલ્લેખ છે. આવી અનેક વાતો-કથાઓ આ પુસ્તકમાં સમાવાયેલી છે, જ ેમાંથી કેવળ ચખણી પૂરતો ઉપરોક્ત ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક અને તેમાંનાં એકેએક લખાણો સદાકાળ પ્રસ્તુત છે. કોઈ પણ યુગમાં તેની મહત્તા ઘટશે નહીં, એમ લાગે છે. બીરે ન કોઠારી

Emailૹ bakothari@gmail.com

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


પંખીઓ સાથે ભાઈબંધીની કળા શીખવતું પુસ્તક: પંખીઓની ભાઈબંધી

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ‘બર્ડ વૉચર્સ’ એટલે

કે પક્ષી-નિરીક્ષકોની સંખ્યા સતત વધી રહી છે. આ નવા ઉત્સાહી ‘બર્ડ વૉચર્સ’ માટે જાણીતા પક્ષીવિદ્ લાલસિંહ રાઓલનું પુસ્તક પંખીઓની ભાઈબંધી ઉત્તમ માર્ગદર્શકની ગરજ સારે એમ છે. લાલસિંહ રાઓલે ૨૪ વર્ષની ઉંમરથી જ પક્ષીઓની દુનિયામાં રસ લેવાનું શરૂ કરી દીધું હતું. લેખકે આટલી નાની ઉંમરથી પક્ષીઓ પાછળ સમય વીતાવીને મેળવેલા અનુભવનું ભાથું આપણને આ પુસ્તકમાંથી મળે છે. આ પુસ્તકનું સૌથી મજબૂત પાસું તેની તસવીરો છે. સુંદર મુખપૃષ્ઠ, સાજસજ્જા અને જાડા ગ્લોસી પેપર્સથી સજ્જ આ પુસ્તક બે ભાગમાં વહેં ચાયેલું છે. પંખીનું જીવન નામના પહે લા ભાગમાં આપણી આસપાસનાં પંખીઓની દુનિયા, પંખીઓનું યુગલીકરણ, પ્રણયલીલા, માળા, ઈંડાં સેવવાની પ્રક્રિયા, બચ્ચાંનો ઉછેર અને પંખીઓના ભાવિની ચર્ચા કરવામાં આવી છે. ‘ગમતાનો કરીએ ગુલાલ’ નામના બીજા ભાગમાં કુ લ ૧૨ લેખો સમાવાયા છે. જ ેમાં પ્રકૃ તિના લાડકવાયાં પંખીઓ અને તેમનું વાતાવરણ અંગેના લેખોથી માંડીને બપૈયો, દૈયડ, શોબિગી, નાનો પતરં ગો, બબ્બઈ વગેરે જ ેવાં ચોક્કસ પક્ષીઓ વિશે લખાયેલા લેખોનો સમાવેશ થાય છે. આ પુસ્તક આપણને ગુજરાતના પક્ષીજગતનો પરિચય જ નથી કરાવતું પણ પક્ષીઓની દુનિયામાં કેવી રીતે રસ લેવાય એની તાલીમ પણ આપે છે. પંખીઓની ભાઈબંધી લેૹ લાલસિંહ રાઓલ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2013 પેપર બૅક સાઇઝૹ 5.5 × 8.5 ISBNૹ 81 – 7229 –474 – 8 પાનાંૹ 152 • ૱ 300

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

પુસ્તક વાંચતી વખતે વાચકો બિલકુ લ ભાર વિના આ તાલીમ મેળવતા જાય છે એ તેની ખૂબી છે. જ ેમ કે, બર્ડ વૉચિંગ વિશે પ્રાથમિક જાણકારી સુધ્ધાં નહીં ધરાવતા લોકોને પણ ખ્યાલ આવતો જાય છે કે, પક્ષીઓમાં રસ લેવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. આટલી સરળતાથી લેખક વાચકોને પક્ષીઓની દુનિયામાં ખેંચી જાય છે. આપણે આપણું જીવન એટલું વ્યસ્ત અને એકવિધ (Monotonus) બનાવી દઈએ છીએ કે આસપાસની દુનિયાને નજીકથી જોવાનું જ ભૂલી જઈએ છીએ. આ વાત દરે ક સરે રાશ વ્યક્તિને લાગુ પડે છે. આપણને પણ ‘ડિસ્કવરી’ અને ‘નૅશનલ જિયોગ્રાફિક’ જ ેવી ચેનલો પર પ્રકૃ તિને લગતા કાર્યક્રમો જોવાનું ગમે જ છે, પરં તુ આપણે થોડો સમય કાઢીને આસપાસની દુનિયામાં નજર દોડાવવાની તસદી નથી લેતા. ગુજરાત તો પક્ષીઓની બાબતમાં ખૂબ જ સમૃદ્ધ છે. ચોમાસા પછી અહીં યુરોપ, રશિયા, સાઇબીરિયા, તજાકિસ્તાન અને કઝાકિસ્તાન જ ેવા દેશોમાંથી પણ જાતભાતનાં પંખીઓ આવે છે, પરં તુ રઝળપાટનો સામનો કરવો પડે એવા પ્રવાસ કરવામાં સરે રાશ ગુજરાતીઓ રસ નથી ધરાવતા. એનું કારણ ગુજરાતીઓ પ્રકૃ તિપ્રેમી પ્રજા નથી એ હોઈ શકે! ‘બર્ડ વૉચિંગ’માં રસ ના હોય તો પણ પંખીઓની ભાઈબંધી પુસ્તક તમને આસપાસની દુનિયાને જરા અલગ દૃષ્ટિકોણથી જોતા શીખવાડે છે. પુસ્તકમાં લેખકના પ્રકૃ તિપ્રેમની સાથે પર્યાવરણના વિનાશની વ્યથા સ્પષ્ટ વર્તાય છે. આ પુસ્તકની પ્રસ્તાવના વિખ્યાત પક્ષીવિદ્ લવકુ માર ખાચરે લખી છે, જ ે તેનું વધુ એક જમા પાસું છે. વિશાલ શાહ Emai : vishnubharatiya@gmail.com

307


વર્ગખંડ બહારના શિ�ણની વાત માંડતું પુસ્તક : વિદ્યા વધે એવી આશે

સ્વતંત્રતા અને સમાજજીવનની ખુલ્લી આબોહવાના

સમર્થકો હં મેશાં એવી આશા અને વિશ્વાસ સાથે કામ કરતા રહે છે કે વિદ્યા વધે અને સતત વધે. ગૌરાંગ જાની લિખિત પુસ્તક વિદ્યા વધે એવી આશે આ જ વિશ્વાસમાળાનો એક વધુ મણકો છે. આ પુસ્તક શિક્ષણ, શિક્ષણપદ્ધતિ, સમાજ તથા સમસામયિક બાબતો પર “માઇક્રો ઑબ્ઝર્વેશન” રજૂ કરે છે અને ઘણા બધા પ્રશ્નો પર આપણને વિચારવા મજબૂર કરે છે. જ ેમ કે સતત આદેશો અને શિખામણો આપનારાં આપણે સૌ બાળકોને કદી સાંભળીએ છીએ ખરા, એની ખરી પીડાને વાચા ક્યાંય મળે છે, શાળા પ્રવેશોત્સવ પછી બાળકને શું જોઈએ, બાળક શાળામાં તો પહોંચી ગયું પણ પછી શું, આ બધું વિચારાય છે ક્યારે ય? વર્ગખંડ, સમયપત્રક અને પુસ્તકનાં બે પૂઠાંની બહાર પણ શિક્ષણ છે તેવું શિક્ષક માને છે? આપણે શિક્ષણ સંસ્થાઓ બજારને સોંપી છે પણ શું ભણાવવું, ક્યાં ભણાવવું, ક્યારે ભણાવવું, કેવી રીતે ભણાવવું, એવા શિક્ષણના પ્રશ્નો બજારને સોંપ્યા છે ખરા? શિક્ષણને જરૂરિયાત સાથેથી છોડીને ખરીદશક્તિ સાથે જોડવાથી કોનું ભલું થશે? શિક્ષણના પાઠો (કાવ્યો, વાર્તાઓ, નિબંધો) આટલા બધા પુરુષકેન્દ્રી અને પરં પરાવાદી કેમ છે? શિક્ષણ મુક્તિ અપાવતું હોય, આંતરિક શક્તિઓનું ખોલનારું હોય તો શિક્ષણને કારણે વિદ્યા વધે એવી આશે લેૹ ગૌરાંગ જાની પ્રકાશકૹ ક્ષિતિ પબ્લિકેશન પ્રથમ આવૃત્તિ ૹ 2015 પેપરબેક સાઇઝૹ 5.5 "×8.5" ISBNૹ 81-921473-0-4 પાનાંૹ 160 • ૱ 150

308

આટલા આપઘાત કેમ?… કેટલા બધા પ્રશ્નો છે! સમાજની ચિંતા કરનારાઓએ નવેસરથી વિચારવા પડે તેમ છે. વળી, અહીં પણ પક્ષાપક્ષી, જૂ થબંધી, વાડાબંધી, જાતિધર્મથી અલગ થઈને વિચારવાની જરૂર છે. લેખક ગુજરાતના સમાજજીવનનો તલસ્પર્શી અભ્યાસ ધરાવે છે. તેઓ હં મેશાં વિદ્યાર્થીનું મૂલ્યાંકન માત્ર તેના લેખિત જવાબો અને યાદ રાખેલી માહિતીના આધારે નથી કરતા પણ વિદ્યાર્થી કયા સમાજમાંથી આવે છે, કઈ આવકજૂ થમાંથી આવે છે તેની આસપાસનું વાતાવરણ કયું છે, તે સંદર્ભે કરે છે. આ પુસ્તકમાં પણ આ સામાજિક, શૈક્ષણિક પરિબળો પર જ વધારે ભાર મુકાયો છે. અને આ પુસ્તકની ખાસિયત એ છે કે તે શિક્ષણના આદર્શો અને જ્ઞાનની મહાનતમ ફિલસૂફી(તત્ત્વચિંતન)ની ચર્ચા નથી કરતું પણ શિક્ષણના રોજબરોજના વ્યવહારુ પ્રશ્નોની વાત કરે છે. અહીં બાળકોને શાળાએ લઈ જતાં વાહનવ્યવહાર (ચાલતાં, સાઇકલ, રિક્ષા, સ્કૂલવાન…)ની પ્રગતિની ચર્ચા છે તો બાળકના લંચબૉક્સ અને મધ્યાહ્ન-ભોજનના અતિસૂક્ષ્મ અવલોકન પણ છે. શાળાઓમાં વધતાં બાળકીઓના જાતીય શોષણની ચિંતા છે તો છાપાં અને જૂ જ પુસ્તકોથી આગળ ‘વાંચે ગુજરાત’ની વાત છે. વિદ્યા વધે એવી આશે મૂળમાં શિક્ષણ સાથે સંકળાયેલા સૌની સમજણ વધે, નિસબત વધે એવી આશે લખાયું છે. અને તેથી જ પુસ્તકના આવકારમાં કહે વાયું છે તેમ ‘લાઇબ્રેરી અને ટેબલ-ખુરશીથી આગળ વધીને અનેક સર્વેક્ષણો, સંશોધનો, સ્થળ મુલાકાતો અને વ્યક્તિગત અનુભવોના આધારે ’ લખાયેલું આ પુસ્તક શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સમાજશાસ્ત્રીઓ, શિક્ષણનીતિના ઘડવૈયાઓ, સૌએ પોતપોતાની ભૂમિકાથી ઊંચે ઊઠવા માટે વાંચવું જરૂરી બની જાય છે. કાર્તિકેય ભટ્ટ

Email : bhattkartikey@yahoo.in

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ન માત્ર વાંચવા જેવી, અપનાવવા જેવી કથા: મૂરખરાજ અને તેના બે ભાઈઓ

ટૉલ્સ્ટૉયની

ધ સ્ટોરી ઑફ ઈવાન ધ ફૂલ વાર્તા વાંચ્યા પછી ગાંધીજી તેનાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતે જ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, એટલું જ નહીં, તેમાંનું તત્ત્વ અને સત્ત્વ બરકરાર રાખીને તેનું ભારતીયકરણ, કહો કે ગુજરાતીકરણ કર્યું. વાર્તા મુખ્યત્વે બાળકોને ધ્યાનમાં રાખીને લખાઈ છે, છતાં તે તમામ ઉંમરના માટે છે. મૂરખરાજ અને તેના બે ભાઈઓના નામે અનુવાદિત આ વાર્તાનો કથાસાર કહે વા જઈએ તો આખી વાર્તા જ લખાઈ જાય એમ છે. તેને બદલે એ કથા વાંચી લેવી વધુ આવકાર્ય છે. છતાંય તેના અર્કની વાત કરીએ તો કહી શકાય કે પરિશ્રમનો તેમાં ગજબનો મહિમા કરવામાં આવ્યો છે. નાણાંની પાછળ આંધળી દોટ મૂકવાને બદલે મૂરખરાજની પ્રજા જાણે કે નાણાંનું કોઈ મહત્ત્વ જ ન હોય એમ તેનો ઉપયોગ રમતો રમવામાં કરે છે. તેમના રાજના સિપાઈઓ લડવાને બદલે ગાવાબજાવવાનું કામ કરે છે. શેતાન પાસે અઢળક નાણાં હોય છે, પણ આ નાણાં તેને કશાય ખપમાં આવતાં નથી અને તે ભૂખે મરવા પડે છે. એક પડોશી સોનાની લાલચે ગાય વેચી દે છે. આ રીતે આવેલું સોનું તેને કશા ખપમાં આવતું નથી, અને ગાય જતી રહે વાથી તેનાં ત્રણ છોકરાંઓ દૂધ વિના ટટળે છે. સિપાઈઓ લોકોની મૂરખરાજ અને તેના બે ભાઈઓ લેૹ લીયો ટૉલ્સ્ટૉય અનુ. ગાંધીજી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર બીજી આવૃત્તિૹ 2010 કાચું પૂઠુ ં રં ગીન સચિત્ર સાઇઝૹ 7" x 9.5" ISBNૹ 81-7229-391-7 પાનાંૹ 36 • ૱ 10

મિલકત છીનવી લેવા જાય છે ત્યારે લોકો સામે ચાલીને તેમને એ સોંપી દે છે. આટલું ઓછુ ં હોય એમ સિપાઈઓને તેઓ જણાવે છે કે એમને ત્યાં અનાજપાણી કે ઢોરની તંગી હોય તો અહીં પોતાના ગામમાં સિપાઈઓ વસી શકે છે, જ ેથી તેમને ઢોર હાંકી જવાની તકલીફ ઓછી. આવી અનેક નાની નાની વાતો આ કથામાં સમાયેલી છે, જ ે છે તદ્દન નિર્દોષ, પણ તેની અર્થછાયા વ્યાપક છે. વાંચતાં વાંચતાં જ અનાયાસે મૂળભૂત સાંસ્કૃતિક અને માનવીય મૂલ્યોનો મહિમા વાચકના મનમાં અપ્રગટપણે થતો રહે છે. અનુવાદ માટે ગાંધીજીની ભાષા અંગે વાત કર્યા વિના ચાલે નહીં. મૂળ રશિયન નામોને ગાંધીજીએ ગુજરાતી બનાવ્યાં છે. કરમી, કાબરો (કાબરચીતરો), રવદ (હોડ), જોગાણ (ઘોડાની ચંદી), વીડી (ચરિયાણ), પાણકોરા[કાંજી કરે લું કે ગજિયા જ ેવું કપડુ]ં ની બંડી, પાતાળિયા ખાડા, પાગિયા [મદદગાર, સલાહકાર], આંટણ[ઘસારાનું ચિહ્ન] જ ેવા અસલ ગુજરાતી શબ્દો વાર્તાને ખરે ખરી ગુજરાતીતા બક્ષે છે. એક રીતે જોઈએ તો ઉત્તમ અનુવાદનો પણ આ નમૂનો છે. વચ્ચે એક સદી આખી વીતી ગઈ, અને લોકોની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવ્યું. અગાઉ જ ે બાબતો સ્વપ્નમાંય કલ્પવી મુશ્કેલ હતી, એ આ ગાળામાં વાસ્તવિકતા બની ગઈ. પણ તેને લઈને આ કથાની પ્રસ્તુતતાને સહે જ પણ આંચ આવી નથી, બલકે ઘણી બધી સામાજિક, આર્થિક, વિકાસલક્ષી, રાજકીય કહે વાતી સમસ્યાઓનો ઉકેલ તેમાં પડેલો છે. તદ્દન સામાન્ય દેખાતી આ વાર્તા હકીકતમાં ઘણી બધી રીતે અસામાન્ય છે. બીરે ન કોઠારી

Emailૹ bakothari@gmail.com

ટૉલ્સ્ટૉયની વાર્તાઓ જ ેને ગમે છે તેઓ કહે શે કે, ‘ઉત્તમ સાહિત્ય ગર્ભિણી જ ેવું હોવું જોઈએ. સાહિત્યકારની વાર્તા બોધ-ગર્ભ તો હોવી જોઈએ. પણ લેખકે સુયાણી થવા સુધી આગળ વધવું ન જોઈએ.’ આ આદર્શ સ્વીકારીએ તો આ વાર્તાઓમાં ટોલ્સ્ટોય ઉત્તમ કળાકાર નીવડ્યો છે. કાકાસાહે બ કાલેલકર [ ટૉલ્સ્ટૉયની ૨૩ વાર્તાઓ માંથી]

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

309


અકલ્પનીય સ્વાસ્થ્યનું રહસ્ય: લસણ બાદશાહ

વૈદ્યકીય

વિષયને લગતી માહિતી જ્યારે કોઈ પુસ્તકમાં પીરસાય છે ત્યારે મહદંશે તે વિસ્તૃતપણે ને સીધીસટ રજૂ થાય છે. વાચકો પણ આ વિષયને તે જ રીતે વાંચવા-સમજવા ટેવાયેલા છે, પરં તુ લસણ બાદશાહ વૈદ્યકીય બાબતોના એવા પુસ્તકની રૂઢિને ભાંગે છે, જ ે એક વાર્તાના સ્વરૂપે તેની વાત વાચકને કહે છે. વાર્તા સ્વરૂપે ઔષધના ગુણ જાણવાપિછાણવાનો આવો પ્રયોગ જવલ્લે જ થયો છે. પુસ્તકનું નામ વાંચીને વાચકને સ્વાભાવિકપણે બાદશાહનું વિશેષણ ‘લસણને ઔષધોનો રાજા’ સંદર્ભે સંબોધતું હોય તેમ લાગે, પરં તુ જ્યારે પુસ્તકના કથાવસ્તુમાં પ્રવેશીએ ત્યારે તે ‘બાદશાહ’ વિશેષણ નોર્વેની એક વ્યક્તિના સંદર્ભમાં ઉપયોગમાં લેવાયું છે, તેની જાણ થાય. પુસ્તકના કથાવસ્તુમાં દોઢસો વર્ષના આયુષ્યે પહોંચનારી આ વ્યક્તિ લસણના જોરે જ આટલું સ્વસ્થ જીવન જીવી છે, તેવું પ્રસ્થાપિત કરવામાં લેખક સફળ થયા છે. અને એ રીતે લસણના કેટલાક ચમત્કારિક પ્રયોગ વાર્તામાં સમાવ્યા છે. પુસ્તકના નાયક લસણ બાદશાહને લેખકે જર્મનીના ૧૯૨૯ના સમય ગાળામાં બતાવ્યા છે, જર્મનીની મુલાકાતે આવનારા લસણ બાદશાહ સાથે લેખકે વાર્તામાં સંગ કર્યો છે, જ ેઓ જર્મનીમાં તેમના વિહાર દરમિયાન તેમની સાથીની ભૂમિકામાં છે. વાર્તામાં આગળ જતાં લસણ લસણ બાદશાહ લેૹ સત્યદેવ અનુવાદકૹ ઈશ્વરલાલ શાસ્ત્રી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1985માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું ત્રીજુ ં પુનર્મુદ્રણ ૹ 2014 પેપરબેક સાઇઝૹ  4.75"x7" ISBNૹ 978-81-7229-164-8 પાનાંૹ 4+108 • ૱ 50

બાદશાહનો હિટલર સાથેની મુલાકાતનો પ્રસંગ પણ ટાંકવામાં આવ્યો છે. બેશક, આ વાર્તામાં કલ્પનાના રં ગ વધુ પુરાયેલાં જોવા મળે છે. પણ તેમાં અંતે તો લસણને ઔષધીય રીતે શ્રેષ્ઠ પુરવાર કરવા માટેની કવાયત છે, જ ેમાં હિટલર પણ લસણ બાદશાહના સ્વાસ્થ્યથી પ્રભાવિત થાય છે, તેમ લેખક વાચકોને મનાવી શકે છે. બાદશાહથી જ ે કોઈ પણ પ્રભાવિત થાય છે તેની પાછળનું કારણ તેમનું સ્વાસ્થ્ય છે અને આ સ્વાસ્થ્ય તેમણે લસણથી જ મેળવ્યું છે. લસણનો પ્રથમ પરિચય ક્યાં થયો તેવું જ્યારે બાદશાહને પૂછવામાં આવે છે, ત્યારે બાદશાહ તેમના હિન્દુસ્તાનમાં ગાળેલા અનુભવને ટાંકે છે અને તેઓ જ્યારે હિન્દુસ્તાન ગયા હતા અને અલકાનંદાના કિનારે વૃદ્ધ સંન્યાસીને મળ્યા તે ઘટનાને સંભારે છે, જ ેમના અદ્ભુત સ્વાસ્થ્યનું રહસ્ય લસણ હતું, જ ે પછી તેમણે પણ અપનાવ્યું. લસણ બાદશાહના મુખે આમ અવારનવાર હિન્દુસ્તાનનો જિકર થાય છે. પુસ્તક આ રીતે તેના કથાપ્રવાહમાં આગળ વધે છે અને તેઓ આયુર્વેદ, ઉપવાસ, યોગ વિશે પણ વાત કરે છે અને તેમના હિન્દુસ્તાનના અનુભવ ટાંકતા જાય છે. લસણ બાદશાહની આ કથા જ્યાં પૂરી થાય છે, ત્યાં લેખક સત્યદેવ લસણ વિશેની ઠોસ માહિતી પીરસે છે. એ લસણના વૈદ્યકીય ગુણ છે, અને એ વૈદ્યકીય પદ્ધતિ મુજબ જ પીરસાય છે. ૧૦૮ પાનાંનું આ પુસ્તક લસણ વિશેના ગુણો તો આપણી સમક્ષ મૂકે જ છે, પરં તુ એક જીવંત પાત્ર પણ આપણી સામે ખડુ ં કરી જાય છે, જ ે લસણના ગુણથી ખરા અર્થમાં બાદશાહ જ ેવું જીવન જીવે છે. કપિલ રાવલ

Emailૹ kapildrawal@gmail.com

આરોગ્યની ચાવીૹ વૈદ્ય-દાક્તરોના ઉંબરા ઘસ્યા વિના અને દવા પાછળ પૈસા બરબાદ કર્યા વિના કેવળ પંચમહાભૂતોની મદદથી, દેશની દરે ક વ્યક્તિ પણ ધારે તો કેવી રીતે આરોગ્ય મેળવી શકે ને જાળવી શકે તે વિશે આ પુસ્તકમાં ગાંધીજીએ પોતાની સરળ શૈલીમાં માર્ગદર્શન કરાવ્યું છે.

310

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


સંસ્કારઘડતર અને સંસ્કૃતિની ઓળખ કરાવતું પુસ્તક : સીતાહરણ

‘હરિજનબંધુ’ના

આરં ભકાળથી લગભગ સાતેક વર્ષ સુધી તેના તંત્રીપદની નામના-પ્રાપ્ત ચન્દ્રશંકર પ્રાણશંકર શુક્લે લેખક-સંપાદક તરીકે પક્વ પેઢી માટે તો અનેક પુસ્તકો આપ્યાં પણ જ ે-તે પેઢી પરિપક્વ થાય એ પહે લાં તેમનામાં પોતાની સંસ્કૃતિની ઓળખ અને સંસ્કાર ઘડતર કરતું પુસ્તક એટલે ‘સીતાહરણ’. મૂળરૂપે રામાયણની કથા હોવા છતાં તે રામજન્મની નહીં પણ રામજન્મની અનિવાર્યતા સીતાહરણ લે. ચન્દ્રશંકર પ્રાણશંકર શુક્લ પ્રકાશક ઃ નવજીવન પ્રકાશન 1926માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું નવમું પુનર્મુદ્રણઃ 2013 પેપર બૅક સાઇઝ 4.75" x 7" ISBN : 978-81-7229-468-7 પાનાં 160+8, ₹ 80

પેદા કરતી પરિસ્થિતિની માંડણીથી શરૂ કરાઈ છે, ને કથા ‘બ્રાહ્મણ-ક્ષત્રિયોની અવનતિના, પૃથ્વીની પીડાના આછા અને ઘેરા પટ ઉપર કાંઈક અનેરી છટાથી પ્રગટ થાય છે.’ તે તેની વિશેષતા છે. પ્રચલિત એવી વાલ્મીકિ કે તુલસી રામાયણ જ માત્ર નહીં, પણ એ ઉપરાંતની વિવિધ રામાયણમાંથી પસાર થઈને આ બાળ-રામાયણ લખવામાં આવી છે. આ પુસ્તક માટે મહાદેવ દેસાઈએ પ્રસ્તાવનામાં નોંધ્યું છે, ‘મહાકાવ્યોના અરણ્યમાં અગસ્ત્ય ઋષિના તપોવન જ ેવાં સંસ્કૃતિનાં જ ે મંદિરો ઢંકાઈ ગયેલાં છે, તેને તેની આસપાસનાં પરિસરો વાળીઝૂડી અને સાફ કરીને બાળકોની આગળ નજરમાં ખૂંચી જાય એવી રીતે રજૂ કરવામાં આવ્યાં છે.’ ૪૭ પ્રકરણો સમાવતું આ પુસ્તક બાળકો અને મોટેરાં, બંને માટે ઉત્તમ વાચન બની રહે એવું છે. સં.

‘બાળકોના અનુભવ ઉપરથી હં ુ કહં ુ છુ ,ં અને તમે તેમાં વિશ્વાસ રાખો કે તમારા–મારા કરતાં બાળકોમાં માનની લાગણી વધારે સારી હોય છે. જો આપણે નમ્ર બનીએ તો જીવનનો મોટામાં મોટો પાઠ આપણે પુખ્ત ઉંમરના વિદ્વાનો પાસેથી નહીં પણ કહે વાતાં અજ્ઞાન બાળકો પાસેથી શીખીશું.’ મો. ક. ગાંધી [ ગાં.અ.-૪૮ માંથી]

અન્ય બાળ-કિશોર સાહિત્ય સંક્ષિપ્ત આત્મકથા ગાંધીજી

15 ૱ 15 ૱ 40 ૱ 40 ૱ 100 ૱ 100 ૱

મારી જીવનકથા ગાંધીજી સ્મરણયાત્રા કાકાસાહે બ કાલેલકર હિમાલયનો પ્રવાસ કાકાસાહે બ કાલેલકર રખડવાનો આનંદ કાકાસાહે બ કાલેલકર જીવતા તહે વારો કાકાસાહે બ કાલેલકર

ગાંથીકથા ઉમાશંકર જોશી

ગાંધીબાપુ કુ દસિયા જ ૈદી,  અનુ: જિતેન્દ્રભાઈ દેસાઈ

10 ગાંધીજીના પાવન પ્રસંગો લલ્લુભાઈ મકનજી ૱ 20 ગાંધીજીનો વિનોદ લલ્લુભાઈ મકનજી ૱ 25

ગાંધીજી જુ ગતરામ દવે

15 ૱ 7

ગાંધી-ગંગા સં. મહે ન્દ્રભાઈ મેઘાણી ૱ 10

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

311


ગાંધીજીને એક કલાકારની અને સો મહાનુભાવોની અનોખી અંજલિ આપતો સંચય : 100 Tributes to Gandhiji

‘બાપુજી

આપણને ઘણું ઘણું શીખવી ગયા—લખી ગયા છે. તેમાં ઉમેરવા જ ેવું કશું નથી, સાચા દિલથી જીવનમાં શુદ્ધ થવાનો પ્રયત્ન રાખી દેશનું ભલું થાય તેવું જીવીએ એ જ મુખ્ય છે.’ તમારી નિર્મળા રામદાસ ગાંધી આશ્રમ સેવાગ્રામ, ૨૧-૧૧-’૯૯, વર્ધા

તેમણે લખ્યુંૹ ઉપર જ ે ચિત્ર છે એમાં ગાંધીજીનો ચહે રો નથી, પણ ઘૂંટણની નીચેનો ભાગ જ દેખાય છે. એમાં એમની પોતડી અને સાદાં ચપ્પલ ચડાવેલા અને કદમ ભરતા બે પગ જ ચીતરાયા છે. પણ એવી રીતે રે ખાંકિત થયા છે કે એમાં સતતનો ભાસ થાય. ગાંધીજીનાં પુત્રવધૂ પાસેથી ઑટોગ્રાફ અને ટિપ્પણી મેળવવા માટે તેમનાં ચરણોથી વધુ ઉપયુક્ત બીજો કયો સ્કૅચ હોઈ શકે? કલાકારનો સૂક્ષ્મ કલાવિવેક આ પસંદગીમાં વ્યક્ત થાય છે. રાજકોટના કલાકાર રમેશ ઠાકર(૧૯૩૧ • ૨૦૧૬)ની આ વિશેષતા હવે તો ચિત્રકળાના ક્ષેત્રે જ ેમનું નામ અમર છે એવા કલાગુરુ રવિશંકર રાવળે છેક ૧૯૫૬માં પિછાણી હતી. એ વખતે રમેશ ઠાકર એમની પાસે પોતાના થોડા સ્કૅચિસ લઈને ગયા હતા. એ જોઈને કલાગુરુ અચંબો પામી ગયા કે પોલીસ ખાતાની 100 Tributes to Gandhiji Ramesh Thaakar પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર બીજી આવૃત્તિ ૹ 2013 પાકું પૂંઠુૹં 9.5 "×13.25" ISBNૹ 978-81-7229-451-9 પાનાંૹ 248 • ૱ 4,500

312

કચેરીની શુષ્ક ઘટમાળ વચ્ચે આવો ‘જિનિયસ’ (આ શબ્દ એમનો જ છે.) કલાકાર વસે છે! આવાં વાક્યો લખવા ઉપરાંત એમણે અંગ્રેજીમાં લખ્યું હતુંૹ ‘ભલે એમણે આ વ્યક્તિ-રે ખાંકનો કોઈ સામાન્ય ફોટોગ્રાફ્સ પરથી કર્યાં હશે પણ એમાં જ ે તે વ્યક્તિની વ્યક્તિતાના કંઈક એવાં પ્રભાવ અને આકર્ષણ વરતાય છે કે જ ે ફોટોગ્રાફ્સમાં નથી ઝડપી શકાયાં, એ રે ખાંકનોમાં એક પ્રકારની સંપૂર્ણતા(કમ્પ્લિટ્નેસ) છે કે જ ેની નોંધ લીધા વગર ચાલે નહીં.’ નવજીવન દ્વારા એ સો સચિત્ર ભાવાંજલિઓનો અપૂર્વ-અનન્ય એવો સંચય 100 Tributes to Gandhji on his 100 Portraits by his 100 contemporariesના લાંબા શીર્ષકથી જૂ ન, ૨૦૧૩માં જ પ્રકાશિત થયો અને કલાગુરુની આર્ષવાણી હૃદયથી ઉચ્ચારાયાનાં ૫૭ વર્ષે આબાદ સાચી પડી. ગ્રંથમાં ગાંધીજીના સો વિવિધ મુદ્રાના સ્કૅચિસ અને તેની નીચે મહાનુભાવો દ્વારા અપાયેલી અંજલિઓ છે. મહાનુભાવો રમેશભાઈની વ્યાખ્યા પરં પરાગત નહોતી. એમને એવા સો લોકોના હૃદયમાં પડેલી ગાંધીજીની છબીઓ તેમના જ શબ્દોમાં મેળવવી હતી કે જ ે લોકો ગાંધીજીના સંગમાં કે પાકા રં ગમાં આવ્યા હોય. પછી ભલે રૂઢ અર્થમાં એ મોટા માણસ ના ગણાતા હોય. એ કોઈ પણ ક્ષેત્રના, કોઈ પણ પ્રદેશના હોય અને કોઈ પણ જબાનમાં લખતાબોલતા હોય, એ સોએ સોનાં નામની યાદી અંતે આપવામાં આવી છે. માત્ર થોડાં જ નામ જોઈએ તો—વિનોબા ભાવે, જીવરાજ મહે તા, મોરારજી દેસાઈ, દીનદયાલ ઉપાધ્યાય, અરુણા અસફઅલી, દાદા ધર્માધિકારી, સી. રાજગોપાલાચારી, જયપ્રકાશ નારાયણ, ગગનવિહારી મહે તા, બલરાજ સહાની, કનૈયાલાલ મુનશી, બાબા આમ્ટે, સતીશ કાલેલકર, પંડિત રવિશંકર, અમૃતા પ્રીતમ, પુરુષોત્તમ માવલંકર, [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


નિપજાવેલાં સો ગાંધીચિત્રોનું આલબમ છે અથવા એમ પણ કહી શકાય કે દરે ક ચિત્રની નીચે ગાંધીજીના સમકાલીનોના ખુદના હસ્તાક્ષરોમાં લખાયેલી અંજલિઓને કારણે એ પુસ્તક એકસો ચિત્તમાં પડેલી વિવિધ ગાંધીછબી બની રહે છે. એમાંથી ૪૫ અંજલિઓ અંગ્રેજીમાં, ૨૮ ગુજરાતીમાં, ૨૨ હિં દીમાં અને એક એક બંગાળી, મરાઠી, પંજાબી, સિંધી અને ઉર્દૂમાં છે. દરે ક અંજલિવાક્યોનો અંગ્રેજી, ગુજરાતી અને હિં દીમાં તારીખ સાથેનો અનુવાદ અને અંજલિ આપનારનો ટૂ કં ાક્ષરી પરિચય એ જ પાના ઉપર અને તસવીર સાથેનો વિશેષ પરિચય પાછળનાં પૃષ્ઠોમાં આપવામાં આવ્યો છે. એ ઉપરાંત પણ અનેક દુર્લભ ફોટોગ્રાફ્સ એના સંદર્ભો સાથે છે. એ રીતે એ એક દસ્તાવેજી અથવા માહિતીગ્રંથ પણ છે. એ કલા છે, સાહિત્ય છે અને ઇતિહાસ પણ છે.

મુલ્કરાજ આનંદ, અટલબિહારી વાજપેયી અને બીજા અનેક... અરે , જ ે પોતે નિરક્ષર છે, પણ દાંડીકૂ ચમાં સામેલ હતા અને જ ેનાં લગ્ન ગાંધીજીએ કરાવેલાં એવા એક રત્નાજી નાગજી બોરીચાની અંજલિ પણ એમાં સામેલ છે. જ ેમાં એમણે ઉચ્ચારે લાં વાક્યો રમેશ ઠાકરના હસ્તાક્ષરમાં છે અને નીચે રત્નાજીના ડાબા હાથના અંગૂઠાનું નિશાન છે. આ બધાં સ્કૅચિસ અને અંજલિઓને સોને આંકડે પહોંચાડવા પાછળ રમેશ ઠાકરની ચાળીસ વર્ષની તપસ્યા છે. સાડા નવ બાય સવા તેર ઇંચનું કદ ધરાવતો ૨૪૮ પૃષ્ઠોનો આ દળદાર ગ્રંથ ફોર કલર ઑફ્સેટમાં છાપવામાં આવ્યો છે જ ે હાર્ડ કેસ બાઇન્ડિંગમાં સંરક્ષક કવચ સાથે માત્ર રૂ. ચાર હજાર પાંચસો(૪,૫૦૦/-) માં ઉપલબ્ધ છે. એની આંતરસમૃદ્ધિનું ખરે ખરું વર્ણન શબ્દોમાં આપવું શક્ય નથી, પણ એટલું તો કહી જ કહી શકાય કે એ એક ઉત્તમ કોટિના કલાકારે

રજનીકુમાર પંડ્યા Emailૹ rajnikumarp@gmail.com 

ગાંધીજી અને અન્ય : કે ટલાંક સંદર્ભ પુસ્તકો ગાંધીજીનું ધર્મદર્શન લે. મ. જો. પટેલ, પ્રકાશક : ગુજરાત ગ્રંથ નિર્માણ બાૅર્ડ

(શ્રીમદ્ રાજચંદ્ર, હે નરી ડેવિડ થોરો, જ્હોન રસ્કિન અને કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય સાથે ગાંધીજીનો પરિચય, વિચાર અને પ્રભાવ)

Gandhi's Teacherૹ Leo Tolstory Satish Sharma Publisherૹ NavaJivan Gandhi's Teacherૹ John Ruskin Satish Sharma Publisherૹ NavaJivan Gandhi and Marx આઇન્સ્ટાઈન અને ગાંધીજી લે. પ્રહલાદભાઈ ચુ. વૈદ્ય, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી લે. મુકુલભાઈ કલાર્થી, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ ગાંધીજીના સમકાલીનો લે. દશરથલાલ શાહ, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ ગાંધીજી અને પાંચ સાક્ષરો લે. ધીરુભાઈ ઠાકર, પ્રકાશક : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

313


આશ્રમના મૂક તપસ્વીને સ્મૃતિવંદના: આશ્રમનો પ્રાણ

ગાંધીજીની જાહે રસેવાની અખંડ સાધના દરમિયાન

તેમના સહવાસમાં આવનારાઓનો વિશાળ પરિવાર રચાયો હતો. આ પરિવારનું કાયમી પહે લવહે લું ઠેકાણું દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ બન્યો, જ્યાં આ પરિવારે આશ્રમી જીવનશૈલી અપનાવી. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિન્દુસ્તાન પાછા ફર્યા ત્યારે આ જ પરિવાર વધુ બહોળો થયો અને તેનું કાયમી સ્થાન હિન્દુસ્તાનમાં સત્યાગ્રહ આશ્રમ— કોચરબ અને સાબરમતી બન્યા. ગાંધીજીના વિચાર મુજબ આ ત્રણેય આશ્રમનું સંચાલન કરવામાં અમૂલ્ય ફાળો મગનભાઈનો હતો. સરદાર પટેલે એટલે જ કદાચ તેમના જવાથી ‘આશ્રમનો પ્રાણ’ ચાલ્યો ગયો એમ કહ્યું હતું. નવજીવનમાં છપાયેલા બધા લેખોના સંગ્રહરૂપે ને તેમની સ્મૃતિમાં તૈયાર થયેલા આ પુસ્તકનું નામ એ રીતે સાર્થક ઠરે છે. આ પુસ્તકના પ્રથમ લેખમાં જ ગાંધીજી લખે છે કે “તેમના વિના સત્યાગ્રહની હસ્તી જ હં ુ નથી કલ્પી શકતો. મારાં અનેક કાર્યોની ઉત્પત્તિનું કારણ મગનલાલની હસ્તીનું જ્ઞાન હતું, જો કોઈની વચ્ચે ને મારી વચ્ચે અભેદ હતો તે મગનલાલ અને મારી વચ્ચે” મગનલાલ સાથેનું ગાંધીજીનું તાદાત્મ્ય આ વાક્યમાં સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત, ગાંધીજી આ લેખમાં જ અન્ય એક ઠેકાણે લખે છે કે, “મારી શોભામાત્ર મારું ‘મહાત્માપણું’ પરાવલંબી છે. ઘણા સાથીઓની શોભાએ હં ુ શોભ્યો છુ ,ં પણ કોઈએ એ આશ્રમનો પ્રાણ સંપાદનૹ મો. ક. ગાંધી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પુનર્મુદ્રણ ૹ 1993 પેપરબેક સાઈઝૹ 4.75"x7" ISBNૹ 81-7229-058-6 પાનાંૹ 10+110 • ૱ 15

314

શોભામાં મગનલાલ કરતાં વધારે ભાગ લીધો નથી” ગાંધીજીએ પુસ્તકની શરૂઆતમાં લખેલો આ લેખ મગનલાલને અવસાનના સમાચાર મળ્યા ત્યારે લખાયો છે. ગાંધીજીના જીવનમાં મગનલાલનું સ્થાન આ લેખમાંથી ઠોસ રીતે ઉપસે છે. આ પુસ્તકમાં મગનલાલ વિશે વિનોબા ભાવે, મહાદેવ દેસાઈ, સરદાર પટેલ, કાકાસાહે બ કાલેલકર, પ્રભુદાસ ગાંધી અને દેવદાસ ગાંધીના લેખો પણ સમાવવામાં આવ્યા છે. મહાદેવભાઈ અને કાલેલકરે સંયોગવશ જ મગનભાઈ વિશે વધુ લખવાનું થયું હોઈ પુસ્તકના લગભગ અડધા પાનાં તેમનાં લખાણોને આભારી છે. પુસ્તકના ત્રીજા ભાગના હિસ્સાનું લખાણ પ્રભુદાસ ગાંધીની કલમે આવેલું છે! ફિનિક્સ આશ્રમમાં મગનભાઈનો પ્રભુદાસ સાથેનો નાતો તેમાં જીવંત થાય છે. અહીંયાં પ્રભુદાસ ગાંધીએ મગનલાલ સાથેની ઘટનાઓ વિસ્તૃત રીતે મૂકી આપી છે, જ ે લખાણમાં મગનભાઈનું વ્યક્તિત્વ પૂર્ણપણે ખીલે છે. આશ્રમ જીવનમાં મગનભાઈનું વ્યક્તિત્વ ખીલ્યું તેનું કારણ આશ્રમની અનેકવિધ પ્રવૃત્તિમાં તેમણે ખૂબ રસ લીધો તે હતું. ફિનિક્સ આશ્રમમાં માત્ર પ્રેસમાં બીબાં ગોઠવવાથી શરૂઆત કરનારથી લઈને દક્ષિણ આફ્રિકાના ગાંધીભાઈની એક એક કરતાં ઘણી જવાબદારી તેમણે માથે લઈ લીધી હતી. હિન્દુસ્તાન આવ્યા પછી પણ ચરખા પર સંશોધન, આશ્રમની પ્રવૃત્તિઓમાં ચર્માલય ઉમેરાયું ત્યારે ચામડાં કેળવવાનું શાસ્ત્ર શીખવું, દુગ્ધાલય ખોલવામાં આવ્યું ત્યારે દુગ્ધાલય ઉપરનું સાહિત્ય વાંચી કાઢવું, ગાયોનાં નામ પાડવાં... અને આ બધાંથી ઉપર અન્ય આશ્રમવાસીઓના અણગમતા બનીને આશ્રમના નિયમોનું કડકાઈથી પાલન કરાવવું એ ખરે ખર જ ‘આશ્રમનો પ્રાણ’ નહીં તો બીજુ ં શું? સં.

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીના પાયાના વિચારોનો અર્કઃ The Selected Works of Mahatma Gandhi

ગાંધી-સાહિત્ય

ગાંધીવિચારની જ ેમ જ દરિયા જ ેવું વિશાળ અને ગહન છે. ગાંધીજીનાં લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ધી કલેકટેડ વર્કસ ઑફ મહાત્મા ગાંધીના ૧૦૦ દળદાર ગ્રંથોમાં ફે લાયેલો છે. ગાંધીજીએ જ ે કંઈ પણ કહ્યું–લખ્યું તેમાં સતત શિક્ષણ, રાજનીતિ, સમાજશાસ્ત્ર, ચારિત્રઘડતર, આરોગ્ય, ધર્મ, આધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિ, વિશ્વઇતિહાસ, અર્થશાસ્ત્ર, કળા, વગેરે જ ેવા અનેક વિષયોની કાર્યલક્ષી છણાવટ જોવા મળે છે. માનવજીવન અને સમાજવ્યવસ્થાનું ભાગ્યે જ કોઈ પાસું એવું હશે જ ેને એમના વિચારો ન સ્પર્શતા હોય. વિવિધ વિષયો પરના તેમનાં આ લખાણોના શ્રેષ્ઠત્તમ સંપાદનો વિદ્વાનો-અભ્યાસુઓ દ્વારા થયેલાં છે. આ બધા પૈકી ગાંધીજીના પોતાના જ શબ્દોમાં અલગ અલગ વિષયો પરના તેમના વિચારો એક જ પુસ્તક કે શ્રેણીમાં સંગ્રહરૂપે પ્રસ્તુત થઈ શકે તો તે ગાંધીવિચારને સમજવામાં ખૂબ મદદરૂપ થઈ પડે. મહાત્મા ગાંધી: હિઝ લાઇફ, રાઇટિંગ્સ ઍન્ડ સ્પીચીસ (૧૯૧૭) અને ધી માઇન્ડ ઑફ મહાત્મા ગાંધી (૧૯૪૫) જ ેવાં આ પ્રકારનાં પ્રકાશનો તો તેમની હયાતીમાં જ થઈ ગયાં હતાં. આવું જ એક જ ે તેમના સંપૂર્ણ જીવનકાળનાં વિચાર અને કાર્યોનું વૈવિધ્ય અને ઊંડાણ આવરી લેતું હોય તે પ્રકાશન એટલે ધી સિલેક્ટેડ વર્કસ ઑફ મહાત્મા ગાંધી. વર્ષ ૧૯૬૮-૬૯માં ગાંધીજન્મશતાબ્દી નિમિત્તે The Selected Works of Mahatma Gandhi Chief Editor ઃ Shriman Narayan Publisherૹ Navajian Publishing House PaperBack Sizeૹ 5.5 "×8.5" Pgsૹ 1872 • ૱ 600

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

નવજીવન ટ્રસ્ટે ધી સિલેક્ટેડ વર્કસ ઑફ મહાત્મા ગાંધી પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. ગુજરાત રાજ્યના તત્કાલીન રાજ્યપાલ શ્રીમન નારાયણ અગ્રવાલના મુખ્ય સંપાદક પદે તે પ્રકાશિત થયું. ૧૪મી નવેમ્બર ૧૯૬૮ના દિવસે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસેનને પ્રસ્તુત કરવામાં આવ્યું જ ેની નકલો ટૂ કં સમયમાં જ ખપી જતાં ઑક્ટોબર ૧૯૬૯માં તે જ છ ખંડો પેપરબેકના કિફાયતી સ્વરૂપે પ્રકાશિત થયા. આ પૈકી પ્રથમ બે ખંડોમાં ગાંધીજીની આત્મકથા બે ભાગમાં વહેં ચાયેલી હતી જ ે સમય જતાં એક જ પુસ્તક બનતા આ શ્રેણી છમાંથી પાંચ ખંડોમાં આકાર પામી. શ્રેણીના મુખ્ય સંપાદક શ્રીમન નારાયણ (૧૯૧૨૧૯૭૮) અર્થશાસ્ત્રી અને ગાંધીવિચાર પ્રેરિત જીવનશૈલીના અભ્યાસુ હતા. ગાંધીજી સાથે તેમણે સેવાગ્રામ-વર્ધામાં બારે ક વર્ષ કામ કર્યું હતું. તે દરમિયાન ગાંધીવિચારના વાચન ઉપરાંત જુ દા જુ દા વિષયો પર ગાંધીજી સાથે વિગત વાર ચર્ચા કરવાની તક પણ તેમને મળી હતી. ગાંધીજીના અર્થશાસ્ત્ર પરના વિચારોના તેમના સંપાદન ગાંધીયન પ્લાન ફોર ઇકોનૉમિક ડેવલપમેન્ટ ફોર ઇન્ડિયા માટે ગાંધીજીએ પ્રસ્તાવના લખી આપી હતી, જ ેમાં તેમણે એ સંપાદન વિશે કહ્યું હતું કે ‘…એમણે મને ક્યાંય ખોટી રીતે રજૂ નથી કર્યો...’. શ્રીમને આ ઉપરાંત ગાંધીયન કોન્સ્ટિટ્યૂશન ફોર ફ્રી ઇન્ડિયા અને મહાત્મા ગાંધી-ધી એટોમિક મૅન જ ેવાં ઉત્તમ પ્રકાશનો આપ્યાં છે. આમ, શ્રીમન નારાયણ સ્વાભાવિક રીતે જ ‘સિલેક્ટેડ’ શ્રેણીના મુખ્ય સંપાદક તરીકે શ્રેષ્ઠ પસંદગી બની રહ્યા. સિલેક્ટેડનું કામ ચાલુ હતું ત્યારે ધી કલેક્ટેડ વર્કસ ઑફ મહાત્મા ગાંધીના માત્ર ત્રીસ ગ્રંથો પ્રકાશિત થયા હતા જ ેમાં જૂ ન ૧૯૨૬ સુધીનો સમયગાળો સમાતો હતો. એટલે તેનાથી લગભગ બમણું કામ તો શ્રીમને મૂળ પત્રો, ભાષણો, લેખો અને અન્ય પાયાનાં પુસ્તકો ઊથલાવીને કરે લું છે, એમાં એમણે કેટલી ખાંખત અને મહે નતથી આ 315


કામ કર્યું હશે તેનો અંદાજ લગાવી શકાય! શ્રેણી પાંચ ખંડોમાં છે. પ્રથમ ખંડમાં આપેલી શ્રેણીની પ્રસ્તાવનામાં તેઓ ગાંધીજીના વિચારોની અને તેથી તેમનાં લખાણોની પ્રસ્તુતતાની જરૂરિયાત પર ભાર મૂકે છે. આ ઉપરાંત દરે ક ખંડની શરૂઆતમાં આપેલી પ્રસ્તાવનાઓમાં તે ખંડમાં લીધેલી સામગ્રી વિશે માહિતી અને તર્ક જોવા મળે છે. ખંડોની ગોઠવણ આ પ્રમાણે છેૹ • ખંડ-૧ૹ ધી સ્ટોરી ઑફ માય એક્સ્પેરિમેન્ટ્સ વિથ ટ્રુ થ (સત્યના પ્રયોગો) • ખંડ-૨ૹ સત્યાગ્રહ ઇન સાઉથ આફ્રિકા (દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ) ગાંધીવિચારના અભ્યાસુ-જિજ્ઞાસુ વાચકો માટે જ ેને પ્રથમ પગથિયાં કહી શકાય એવાં બે પુસ્તકો પ્રથમ બે ખંડમાં • ખંડ- ૩ૹ બેઝિક વર્કસ (પાયાનાં લખાણો) ગાંધીજીએ જ પુસ્તક સ્વરૂપે લખેલી અથવા તેમના મૂળભૂત વિચારોને દર્શાવતી અને તેમની હયાતીમાં જ પ્રકાશિત થયેલી સાત પુસ્તિકાઓનો સમાવેશ થાય છે: એથિકલ રિલિજિયન (નીતિધર્મ અથવા ધર્મનીતિ); અન્ટુ ધિસ લાસ્ટ-એ પેરાફ્રેઝ (સર્વોદય); હિન્દ સ્વરાજ ઓર ઇન્ડિયન હોમ રૂલ; ફ્રોમ યરવડા મંદિર (મંગળપ્રભાત); ડિસ્કોર્સિસ ઓન ધ ગીતા (ગીતાબોધ); કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રામ-ઇટ્સ મિનિંગ ઍન્ડ પ્લેસ (રચનાત્મક કાર્યક્રમ) અને કી ટુ હે લ્થ (આરોગ્યની ચાવી). ખંડની પ્રસ્તાવનામાં આ દરે ક પુસ્તિકા વિશે ટૂ કં ુ વિવેચન અને ગાંધીવિચાર સમજવામાં આ પુસ્તક કેમ પાયાનું છે તેની સમજણ શ્રીમને આપી છે. • ખંડ-૪ૹ સિલેક્ટેડ લેટર્સ (પસંદ કરે લા પત્રો) આ ખંડ બે ભાગમાં છે. પહે લા ભાગમાં ગાંધીજીએ લખેલા પત્રો પૈકી ૧૦૦ અગત્યના પત્રો પૂર્ણ સ્વરૂપે લેવામાં આવ્યા છે. આ પત્રોની પસંદગી ગાંધીજીના જીવન-વિચારમાં તેમ જ સ્વાતંત્ર્ય ચળવળમાં મહત્ત્વનુ સ્થાન ધરાવતી ઘટનાઓ અને વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જરૂર જણાઇ ત્યાં આ 316

પત્રોની પૂર્તિરૂપ સામગ્રી પરિશિષ્ટ તરીકે આપવામાં આવી છે. બીજા ભાગમાં અનેક પત્રો ઊથલાવીને તેમાંથી ગાંધીજીનાં અવતરણો પસંદ કરીને અલગ અલગ ૨૨ વિષયોમાં વર્ગીકૃ ત કરીને મૂકવામાં આવ્યા છે. શ્રદ્ધા, ધર્મ, પ્રાર્થના, સત્ય, અહિં સા, નીડરતા, સત્યાગ્રહ, ખાદીવિચાર, અંત્યોદય, શિક્ષણ, આરોગ્ય, બ્રહ્મચર્ય, સ્વૈચ્છિક ગરીબી જ ેવા વિવિધ વિષયોની પસંદગી ખૂબ જ માર્મિક છે. • ખંડ-૫ૹ ધી વોઇસ ઑફ ટ્રુ થ (સત્યનો સાદ) પાંચમાં ખંડમાં પણ બે ભાગ છે. પહે લા ભાગમાં ગાંધીજીના જીવનકાળનાં અનેક ભાષણોમાંથી અત્યંત મહત્ત્વના ગણાતાં સાત ભાષણો પૂર્ણ સ્વરૂપે છે. તેમાં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યાના પ્રારં ભનાં વર્ષોમાં બનારસ હિં દુ યુનિવર્સિટીના પદવીદાન સમારં ભે આપેલા ભાષણથી લઈને પોતાના અંતિમ ઉપવાસ શરૂ થયાના આગલા દિવસે આપેલા પ્રાર્થના પ્રવચનનો પણ સમાવેશ થાય છે. ખંડના બીજા ભાગમાં તે સમયે પ્રાપ્ય ૩૦ કલેક્ટેડ વર્કસના ગ્રંથો ઉપરાંત બીજાં ૪૦થી વધુ પુસ્તકોમાંથી તાર્કિક અને તાત્ત્વિક ૮૧ વિષયો પરના ગાંધીજીના ૧૨૦૦થી પણ વધુ ઉદ્ધરણો આપેલાં છે. વળી, આ વિષયોને ૧૨ વિભાગોમાં વર્ગીકૃ ત કરીને મૂકવામાં આવ્યા છે. માર્મિક વિષયોની પસંદગી અને તેમની ઉત્તમ ગોઠવણ આ ખંડને સંપાદનનો ઉત્કૃષ્ટ નમૂનો બનાવે છે. છેલ્લા બંને ગ્રંથોમાં સમૃદ્ધ સૂચિ ઉપરાંત સંસ્કૃત-હિન્દુસ્તાની શબ્દોની ગ્લોસરી અને ઠેક-ઠેકાણે આવતી સંપાદકીય નોંધો ખંડને વિશ્વના વાચકો માટે સુગમ બનાવે છે. અંગ્રેજીમાંથી આ શ્રેણીનું તમિલ, તેલુગુ, મલયાલમ અને બંગાળીમાં પણ ભાષાંતર થયું છે. આ લખાણો વ્યક્તિથી લઈને વિશ્વ સુધી આજ ે પણ પ્રસ્તુત છે. ડગલે ને પગલે ‘કન્ફ્લિક્ટ રિઝોલ્યુશન’ ઝંખતા આ સમાજ માટે આ સંગ્રહ સ્વાભાવિક રીતે જ પાઠ્યપુસ્તક જ ેવો પુરવાર થાય તેમ છે. સોહમ પટેલ Emailૹ soham711@gmail.com

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીવિચારની ગીતા : મહાત્મા ગાંધીના વિચારો

ગાંધીજી

વિશે ચર્ચા થાય ત્યારે તેમના વિચારને લઈને સમજદાર લોકોની પણ ગેરસમજ વ્યાપક છે, તેવું હં મેશાં પ્રતીત થયા કરે છે. એનું એક કારણ ગાંધીજીએ અનેક વિષયો પર એકથી વધુ વખત વિચાર વ્યક્ત કર્યા તે હોઈ શકે. પણ તેનાથી ગેરસમજ કરવાનું કોઈ કારણ બનતું નથી. તેમણે પોતે જ આ અવઢવને સરળ કરી આપતાં લખ્યું છે કે ‘પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જ ેવું જણાય ત્યારે , જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને પ્રમાણભૂત માને.’ (હરિજનબંધુ, ૩૦-૪-૧૯૩૩) ગાંધીજીએ વ્યક્ત કરે લા વિવિધ વિષય પરનાં લખાણોની શબ્દોમાં સંખ્યા દોઢ કરોડની આસપાસ પહોંચે છે અને સ્થાનિકથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ગાંધીજી પર દરરોજ કોઈને કોઈ સંપાદન-સંશોધન પ્રગટ થતું રહે છે. આ સંજોગોમાં કોને વિશ્વાસપાત્ર માનીને આગળ વધવું એ પ્રશ્ન તો બની જ રહે છે. તેના જવાબરૂપે જો કોઈ એક પુસ્તક મૂકવું હોય તો આર. કે. પ્રભુ અને યુ. આર. રાવ સંપાદિત Mind of Mahatma પુસ્તક મૂકી શકાય. ગુજરાતીમાં તેનો અનુવાદ મહાત્મા ગાંધીના વિચારો નામે પ્રકાશિત થયો છે. ગાંધીજીના જીવનની ફિલસૂફીની સૂક્ષ્મદૃષ્ટિ આ પુસ્તકમાં ઝીલાઈ છે. ગાંધીજી પોતાનો પરિચય આપતા હોય એ રીતે ‘મારા વિશે’થી આ સંપાદનમાં શરૂઆત મહાત્મા ગાંધીના વિચારો સંકલન અને સંપાદનૹ આર. કે. પ્રભુ, યુ. આર. રાવ પ્રકાશકૹ નૅશનલ બુક ટ્રસ્ટ, વર્ષ 2000માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું બીજુ ં પુનર્મુદ્રણ ૹ 2011 પેપરબેક સાઇઝૹ 5.5 "×8.5" ISBNૹ 978-81-237-3405-7 પાનાંૹ 28+524 • ૱ 140

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

થઈને અનુક્રમે સત્ય, નિર્ભયતા, શ્રદ્ધા, અહિં સા, સત્યાગ્રહ, અપરિગ્રહ, શ્રમ, સર્વોદય, ટ્રસ્ટીશિપ, બ્રહ્મચર્ય, સ્વતંત્રતા અને લોકશાહી, સ્વદેશી, બંધુત્વ પર તેમના વિચારો મુકાયા છે. આ પ્રકારના પુસ્તકમાં અનિવાર્ય એવો સ્રોત, સ્રોતસંદર્ભ, સાલવારી અને સૂચિ પણ અપાયાં છે. ગાંધીજીના બૃહદ્ સાહિત્યને આ રીતે તારવીને મૂકવું અને તેમાં ગાંધીજીના વિચારનો જરાસરખો લોપ ન થાય તે રીતે મૂકવું બેશક કપરું કામ હતું, પણ ગાંધીજીનાં આ લખાણો પ્રમાણભૂત છે કે નહીં, તેની પૂરી કાળજી સંપાદકોએ લીધી છે. અને એટલે જ જ્યારે તેનો પ્રથમ ડ્રાફ્ટ તૈયાર થયો ત્યારે વાંચવા અર્થે ગાંધીજીને આપ્યો ને તેમણે તેને વાંચીને સંપાદકોના પ્રયાસોને બહાલી આપી હતી. બંને સંપાદકોની પહે લી મુલાકાત ગાંધીજી સાથે ૨૭ જૂ ન, ૧૯૪૪ના રોજ પૂનામાં આવેલા નિસર્ગોપચાર કેન્દ્રમાં થઈ. રાવ પ્રસ્તાવનામાં આ વિગત નોંધતા ગાંધીજી પ્રભુને ઉદ્દેશીને જ ે કહે છે તે ટાંકે છેૹ ‘તું મારાં લખાણની ભાવનાના રં ગમાં પૂર્ણપણે રં ગાયેલો છે.’ આવા બે સજ્જ સંપાદકોએ તૈયાર કરે લા પાંચસો ઉપરાંત પાનાંનાં પુસ્તકમાં ગાંધીજીના જીવનની ફિલસૂફીની સૂક્ષ્મદૃષ્ટિ ઝીલાઈ છે. વિશાળ ગાંધીસાહિત્યમાંથી ખૂબ ઝીણવટપૂર્વક ચૂંટીને અહીં મૂકવામાં આવ્યા છે તેમ લાગ્યા વિના રહે તું નથી. આટલા ઉમદા અને ઉચ્ચ દરજ્જાના સંપાદનકર્મ પછી પણ સંપાદકોની નમ્રતા તેમના અર્પણમાં પ્રગટે છેૹ ‘આ પુસ્તક મહાદેવ દેસાઈને સમર્પિત છે જ ેમણે આનું સંકલન કરવું જોઈતું હતું.’ વિનોબા ભાવે અને સર્વપલ્લી રાધાકૃ ષ્ણનના બે બોલ સંપાદકો માટે વધુ માનની લાગણી જન્માવે છે. સં.

317


સત્યાગ્રહને સરળ અને સટીક પણે સમજાવતું પુસ્તક : The Spiritual Basis of Satyagraha

મુખ્ય ધારાના રાજકીય વિમર્શમાં ‘સત્યાગ્રહ શોષણ

અને અન્યાયની વિરુદ્ધ એક અહિં સક લડતની પદ્ધતિ’ અને ‘પરિવર્તનની રાજકીય પદ્ધતિ’ના સ્વરૂપમાં વ્યાખ્યાયિત છે, જ્યારે આશ્રમી બૌદ્ધિક પરં પરામાં આ ‘એક જીવનશૈલી’ તથા ‘સાધના’ના સ્વરૂપે જોવામાં આવે છે. ગાંધીજીના સત્યાગ્રહની મીમાંસા સંબંધિત સાહિત્યોમાં આ વિષય ઉપર સૂક્ષ્મતાથી મર્યાદિત વિશ્લેષણ થયું છે કે સત્યાગ્રહ જીવનશૈલીની સાથેસાથે કેવી રીતે સામાજિક રાજકીય પરિવર્તનની એક પદ્ધતિ પણ છે. રવીન્દ્ર વર્માનું આ પુસ્તક આ મર્યાદાને પૂર્ણ કરવાનો એક સાર્થક પ્રયાસ છે. પોતાના મૂળ વિષય-વસ્તુ પર આવતાં અગાઉ ગાંધીવિચારના મર્મજ્ઞ રવીન્દ્ર વર્મા ગાંધીના સત્યની સંકલ્પના અને વ્યવહારિક જગતમાં ગાંધીના ‘સત્યના પ્રયોગ’ તથા ગાંધીનું મહાવાક્ય—સત્ય એ જ ઈશ્વર છે—નું સૂક્ષ્મતાથી પરીક્ષણ કરે છે. આ પરીક્ષણ બાદ લેખક સત્યાગ્રહથી સંબંધિત ગાંધીના લેખનનું શાસ્ત્રીય વિશ્લેષણ કરીને એ રજૂ આત કરે છે કે, ગાંધીવિચારતંત્રમાં વ્યક્તિગત પરિવર્તન તથા સામાજિક/રાજકીય રૂપાંતરણનો ગાઢ સંબંધ છે. લેખકના દૃષ્ટિકોણથી ગાંધીની મહત્ત્વની વિશેષતા તેમનું એ પ્રતિપાદન છે કે ભૌતિક અને આધ્યાત્મિક જગત એ બંને અલગ અલગ જગત નથી. સત્ય અને અહિં સા એક એવો નિયમ છે જ ે બંને ક્ષેત્રમાં The Spiritual Basis of Satyagraha Authorૹ Ravindra Verma પ્રકાશકૹ NavaJivan Publishing House Second Reprint ૹ 2012 Paper Back Size : 5.5 x 8.5 ISBNૹ 978-81-7229-290-4 Pgsૹ 12+180, • ૱ 100

318

કાર્ય કરે છે. એટલે વર્માના દૃષ્ટિકોણમાં ગાંધી ‘જડ’ અને ‘ચેતન’ના શાસ્ત્રીય ‘દ્વૈત’ને વિખંડિત કરીને ‘અદ્વૈત’ની સ્થાપનાનો પ્રયાસ કરે છે. આ પૃષ્ઠભૂમિથી રવીન્દ્ર વર્મા એ તારણ પર પહોંચે છે કે સત્યાગ્રહ એક સાધના છે, જ ેનો આધાર અને સ્વરૂપ આધ્યાત્મિક છે. સત્યાગ્રહ મૂળે ‘સત્યબળ’ પર આધારિત છે, જ ે પોતાના જ સ્વરૂપમાં આધ્યાત્મિક બળ છે. નિષ્કર્ષ એ છે કે સત્યાગ્રહ એક ‘આધ્યાત્મિક સાધના’ છે અને આ જ આધ્યાત્મિક સાધનાથી પ્રાપ્ત બળના માધ્યમથી ગાંધી પોતાના સામાજિક રાજકીય પરિવેશને રૂપાંતરિત કરવા ઇચ્છે છે. સત્યાગ્રહ જ ેને ગાંધી ‘આત્માનું બળ’, ‘ધર્મ-બળ’, ‘સત્ય-બળ’, ‘પ્રેમ-બળ’ની વ્યાખ્યા આપે છે, તેમાં ‘બળ’ અતિ મહત્ત્વ ધરાવે છે. રવીન્દ્ર વર્માએ ‘બળ’નાં દાર્શનિક વિશ્લેષણ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે કેવી રીતે વિવિધ બળ- ભૌતિક, માનસિક અને આત્મિક-પોતાના સ્થાયિત્વ, પ્રભાવશીલ અને ગતિશીલતાની રીતે અલગ અલગ છે તથા આત્મિક બળ કેવી રીતે અન્ય બે બળોથી શ્રેષ્ઠ છે. એટલે આત્મિક બળ માત્ર કલ્પના નથી, બલકે ઠોસ પરિણામ લાવવાનું એક સાધન છે, જ ેને ગાંધીએ જાહે રજીવનમાં પ્રદર્શિત પણ કર્યું છે. રવીન્દ્ર વર્માના આ દૃષ્ટિકોણને સત્યાગ્રહની મીમાંસાના ક્ષેત્રમાં તેમનું મહત્ત્વનું યોગદાન માનવામાં આવી શકે છે. લેખકના સત્યાગ્રહ વિશ્લેષણ પર બૌદ્ધ દર્શનનો સ્પષ્ટ પ્રભાવ જોઈ શકાય છે. એ પ્રભાવ ત્યારે દીસી આવે છે, જ્યારે ‘સત્યાગ્રહી’નાં લક્ષણોનું ગીતામાં વર્ણિત ‘સ્થિતપ્રજ્ઞ’ના લક્ષણો સાથે ‘સામ્યતા’ બતાવીને ‘મનના સ્વરૂપ’નું ઊંડુ ં વિશ્લેષણ કરવામાં આવે છે. એ જણાવવું જરૂરી બની રહે છે કે, આ પુસ્તકને લેખકે બૌદ્ધ ધર્માવલંબી દલાઈ લામાને સમર્પિત કર્યું [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


છે, જ ે લેખકની દૃષ્ટિએ વર્તમાન સમયના સૌથી મોટા સત્યાગ્રહી છે. તારણની રીતે પુસ્તક સત્યાગ્રહની સાથે સાથે ગાંધીની આધ્યાત્મિકતા અંગે ગૂઢ બૌદ્ધિક વિશ્લેષણ પણ કરે છે. આ ગંભીર વિષયના વિશ્લેષણ બાદ પણ પુસ્તકની ભાષા સરળ અને પ્રભાવશાળી છે. પોતાના વિશ્લેષણને ઠોસ આધાર આપવાના ઉદ્દેશ્યથી

પુસ્તકના લગભગ અડધા ભાગમાં સંદર્ભો અને પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. પુસ્તકના વિષયવસ્તુ, તર્ક-રચના અને રજૂ આતની શૈલી દ્વારા એટલું જરૂર કહી શકાય કે આ પુસ્તક સામાન્ય વાચક કરતાં ગાંધીવિચારનો ઊંડો અભ્યાસ ધરાવનારાઓને વધુ સ્પર્શી શકે છે. પ્રેમ આનંદ મિશ્રા

Emailૹ premmishra93@yahoo.com

ગાંધીજીની અહિં સામાં ઈશુના અપ્રતિકારના સિદ્ધાંતની સમજણ આપતું પુસ્તક : The Power of Non-Violence

મહાત્મા

ગાંધીની પ્રતિભા એમના ગયા પછી વિશ્વ આખામાં વધુ ને વધુ તેજસ્વી બનતી જાય છે તેનાં અનેક કારણમાં જો કોઈ એક જ ગણાવવાનું હોય તો તે એમણે સાબિત કરી આપેલી અહિં સાની પરિવર્તનકારી શક્તિ. ભારતની સ્વરાજની લડતની સફળતા પછી તે વિશ્વમાન્ય બની ગઈ. તે શક્તિને સમજીને તેના પરિણામદાયક પ્રયોગ ભારતીય સાંસ્કૃતિક વાતાવરણમાં જ ેટલા સહજ, સ્વાભાવિક, શક્ય અને ગૌરવપ્રદ બન્યા, તેવું પશ્ચિમી સાંસ્કૃતિક વાતાવરણના કોઈ પણ દેશની પ્રજા માટે કેવળ અસંભવ છે. આ સત્ય ભારતીય નાગરિકોને સાવ નગણ્ય-નજીવું લાગે, પણ જ ે પશ્ચિમી સંસ્કૃતિના સભ્ય છે અને ભગવાન ઈશુએ પ્રબોધેલી બૂરાઈ સામે અપ્રતિકારની ધાર્મિકતામાં ઉછેર પામ્યા છે, તેમને માટે એટલું નગણ્ય-નજીવું નથી. અહિં સાનો જ એ ઉપદેશ છે The power of Non-Violence Author : Richard B. Greg Publisherૹ NavaJivann Publication House First Editionૹ Paper Back Sizeૹ 5.5"x 8.5" ISBNૹ 978-81-7229-349-9 Pgsૹ • ૱ 75

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

અને સત્યાગ્રહ તો દૂર, બબ્બે વિશ્વયુદ્ધો અને સંહારક શસ્ત્રોપાસનાથી ગળાબૂડ પશ્ચિમી માનસ ક્યાંક ક્યાંક હિં સા સામે અપ્રતિકારના સૂઝ્યા તેવા અમલથી વિશેષ પોતાનું વિત્ત બતાવી શકતું નથી. ભારતની તુલનાએ અહિં સાની શક્તિ સિદ્ધ કરવામાં વ્યાપક જનમાનસની ભૂમિકાએ ત્યાં શું ખૂટ ે છે, તે પ્રશ્ન જ ે જ ે સંવેદનશીલ પાશ્ચત્ય ચિંતકને બેચેન કરનાર નીવડ્યો, તેમાં શ્રી રિચર્ડ બી. ગ્રેગ અગ્રસ્થાને છે; અને તેની પ્રતીતિ તેમનાં તલસ્પર્શી, વિદ્વત્તાપૂર્ણ, વિશ્લેષણાત્મક અને વિધાયક નિરૂપણના શ્રેષ્ઠ પરિપાક સમા તેમના આ ગ્રંથ The Power of Non-Violence માં પાને પાને વાચકને જ્ઞાનોત્કર્ષમાં વ્યક્ત થાય છે. પશ્ચિમના વાચક માટે ગાંધીજીની અહિં સામાં ઈશુના અપ્રતિકારના સિદ્ધાંતનો સંદર્ભ કેમ સમજાવવો તે પ્રશ્ન તો આ ગ્રંથ સાદ્યંત હલ કરે જ છે; સાથે સાથે, તેની આધ્યાત્મિક અને આદર્શવાદી પરિભાષાનો હલ તેમણે અદ્યતન વાસ્તવદર્શી ભૂમિકા અપનાવીને એ રીતે કર્યો છે કે મૂળની આધ્યાત્મિક અને આદર્શવાદી રજૂ આતમાં વાચક મૂલ્યાભિમુખ જાગરુક અભિગમને સમજી શકે. સ્થળ સંકોચને કારણે અહીં તેનાં અવતરણ ઉદધૃત કરીને ટાંકવાનો મોહ જતો કરવો રહ્યો, સુજ્ઞ વાચકને એ સ્વયં સૃષ્ટિગોચર થઈને જ રહે શે, તેમાં શક નથી. 319


ને ઔપચારિક, તેમ છતાં તે આ ગ્રંથના પ્રયાસ બદલ અનન્ય સન્માન જ ેવી છે. તે ઉપરાંત લેખકને સ્વયં મહાત્મા ગાંધી સાથે આ ગ્રંથલેખનમાં ચર્ચાવિચારણા કરવાનું મળ્યું હતું અને તે માટે પોતે સાબરમતી આશ્રમમાં અમુક દિવસ રહ્યા હતા. સ્વાભાવિક છે કે આવા સંનિષ્ઠ પ્રયાસથી આ ગ્રંથમાં વિચારની તલસ્પર્શી અને ગંભીર રજૂ આત કરવામાં લેખક ઘણા સફળ રહ્યા. પરિણામે વિદેશી પશ્ચિમી વાચકને નજરમાં રાખીને આ ગ્રંથનું સફળ નિરૂપણ ભલે થયું, પણ તેથી જ તે આજના નવયુવા ભારતીય સમાજની આ વિચારની જિજ્ઞાસા સંતોષવા માટે પણ એટલી જ ક્ષમતા ધરાવે છે, કેમકે જ ે નવયુવા છે તે નથી પાશ્ચાત્ય કે ભારતીય પૌર્વાત્ય, એ તો છે માનવ; કેવળ સત્ય અને જ્ઞાનનો જ પ્રેમી!

અહિં સાની શક્તિનો ખ્યાલ કઈ રીતે સમજાવી શકાય? લેખક પાસે તેનો જવાબ છે. માનવીય ઐક્ય, એ કઈ રીતે અને શા માટે સંઘર્ષ નિવારણ તરફ લઈ જાય તેનું વિશ્લેષણ આ ગ્રંથના હાર્દમાં છે. આ ગ્રંથને આપણે ગાંધીવિચારની અહિં સાનો ગ્રંથ કહીએ તે કરતાં વધુ તો ખ્રિસ્તી મતના અપ્રતિકારના સિદ્ધાંતની વ્યવહારુતા માટે ગાંધી-પ્રેરિત ગ્રંથ તો અવશ્ય કહી શકીએ. સમાપનમાં લેખકની ધાર્મિકતા પ્રગટ થઈ છે. તેમણે બાઇબલના The Kingdom of God શબ્દો વાપરીને સધિયારો આપ્યો છે કે તે ‘હવે હાથવગું.’ અને તેનાં સમર્થનમાં પયગંબરી વાણીમાં ઈશુકથન મુજબ લખ્યું : ‘પવિત્ર આત્માના સાચા અનુયાયીઓ તેણે (ઈશુએ) કર્યાં તે કરતાં પણ વધુ મહાન કાર્યો કરશે.’ આ ગ્રંથની પ્રસ્તાવના સુપ્રસિદ્ધ ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ-જુ નિયરની લખેલી છે. તે છે તો અતિશય ટૂ કં ી

ચિત્તરં જન વોરા આંબાવાડી, અમદાવાદ 

ખ્રિસ્તી પ્રજાને તો શું પણ આખી દુનિયાની પ્રજાઓને સામેલ થયે જ છૂટકો ‘સત્યાગ્રહ તે શુદ્ધ પ્રેમ સિવાય બીજુ ં કશું નથી. મનુષ્યના આત્માને એકત્ર જોડવાનો પ્રયાસ તે જ પ્રેમ, અને તે પ્રેમ જ માનવીને જિંદગી દોરનારો ઊંચામાં ઊંચો એક જ કાયદો છે. દરે ક માણસ પોતાના અંતરમાં ઊંડી ઊંડી આ લાગણી અનુભવે છે. બાળકોની અંદર આપણે તે ચોખ્ખી રીતે જોઈ શકીએ છીએ. માણસ જ્યાં સુધી દુનિયાના જૂ ઠા શિક્ષણમાં ફસાયેલો નથી ત્યાં સુધી તે પારખી શકે છે. આ ફરમાન બધાએ હિં દી, ચીના યહૂદી, ગ્રીક, રોમન વગેરે સંતોએ પોકારે લ છે. હં ુ માનું છુ ં કે, આ ફરમાન ઈસુ ખ્રિસ્તે બહુ જ ચોખ્ખી રીતે સમજાવેલ છે. તેણે ખુલ્લું કહ્યું છે કે આમાં જ બધા કાયદા અને પેગમ્બરોનો સમાવેશ થઈ જાય છે...  ખ્રિસ્તી પ્રજાએ આ કાયદાનો બરોબર સ્વીકાર કર્યો છે છતાં પોતાના વર્તનમાં તેણે પશુબળને માર્ગ આપ્યો છે. તેથી તે પ્રજાના આચાર અને વિચાર એકબીજાથી ઊલટા થઈ પડેલ છે. પ્રેમ એ તેઓનું ફરમાન છે, પણ જબરદસ્તીને તેઓ પૂજ ે છે. રાજાઓ, અદાલતો અને લશ્કરોની હાકને તેઓએ સ્વીકારી લીધેલ છે. … ટ્રાન્સવાલમાં તમારી હિલચાલ તે દુનિયાના આ છેડા પર રહે નારાઓને લાગે છે. આ કામમાં ખ્રિસ્તી પ્રજાને તો શું પણ આખી દુનિયાની પ્રજાઓને સામેલ થયે જ છૂટકો છે.’ લીઓ ટૉલ્સ્ટૉય [ ગાંધીજીનો સંસ્કારવારસો માંથી,

મૂળ ઇન્ડિયન ઓપીનિયન, ૨૬-૧૧-૧૯૧૦] [૧૯૧૦, સપ્ટેમ્બર ૭, ‘કોચેટી’ રશિયા, ટૉલ્સ્ટૉયનો મિ. ગાંધી પર પત્રૹ સત્યાગ્રહ પર વિચારો]

320

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજી દ. આિ�કાથી ભારત પરત ફર્યા એ પહે લાંનો રસપ્રદ દસ્તાવેજ: Gandhi Before India

બારિસ્ટર

એમ. કે. ગાંધીએ જીવનનાં ૨૧ વર્ષો દક્ષિણ આફ્રિકામાં વીતાવ્યાં હતાં એ હકીકત ગાંધીજીને ઓળખનારા મોટા ભાગના લોકોની તત્કાળ સ્મૃતિમાં નથી હોતી ત્યારે રામચંદ્ર ગુહાનું Gandhi Before India પુસ્તક, શાળાએ જતાં બાળક મોહનથી લઈને દક્ષિણ આફ્રિકામાં શિક્ષણના પ્રયોગો કરનાર મોહનદાસ ગાંધી અને બાળપણમાં હરિશ્ચંદ્રનું નાટક જોઈને ‘હરિશ્ચંદ્ર જ ેવા સત્યવાદી બધાં કાં ન થાય?’ એમ વિચારનારા મોહનથી લઈને દક્ષિણ આફ્રિકામાં સફળપણે સત્યાગ્રહ કરીને ઊભરી આવનારા ‘મહાત્મા’ના જીવનને રસપ્રદ રીતે મૂકી આપે છે. સામાન્ય માણસ જ ેવા જ સારાનરસા ગુણો ધરાવતાં મોહનદાસનો બૌદ્ધિક અને આત્મિક વિકાસ કેવી રીતે થયો તે પોણા સાતસો પાનાંમાં પથરાયેલા આ જીવનચરિત્રાત્મક પુસ્તકમાં અનેક રસપ્રદ અને અજાણી રહે લી વાતો દ્વારા જાણવા મળે છે. ગાંધીજીનું ભારતમાં આગમન થયું એ પહે લાં તેઓ દક્ષિણ આફ્રિકામાં વસતાં ભારતીયોના હક્કો માટે સત્યાગ્રહ આદરી ચૂક્યા હતા. દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ના તંત્રી તરીકે ગાંધીજી વિવિધ સમાજના ભારતીય લોકોને એક છત નીચે લાવીને અન્યાયનો પ્રતિકાર કરી રહ્યા હતા. આ કારણથી ગાંધીજીને ભારતમાં પણ પ્રતિસાદ મળવા લાગ્યો હતો. લેખકે આ હકીકતને રસપ્રદ રીતે આલેખી છે. ઇતિહાસવિદ્ રામચંદ્ર ગુહાએ નિખાલસપણે લખ્યું છે કે Gandhi Before India RamChandra Guha Published by Penguin Group in 2013 Hard Cover and paper back both, Pages 674 ISBN:9780670083879

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

દક્ષિણ આફ્રિકામાં ગાંધીએ કરે લા સત્યાગ્રહોને ભારતનાં સ્થાનિક અખબારોમાં બહુ મોટા પાયે સ્થાન અપાયું એ વાત મારા માટે પણ નવી છે. બ્રિટિશરોએ વર્ષ ૧૯૦૫માં આ તમામ માહિતીને ‘રિપોર્ટ ઑન નેટિવ ન્યૂઝપેપર્સ’ નામે અનુવાદિત કરવાનું શરૂ કર્યું હતું. નવાઈની વાત તો એ છે કે, બ્રિટિશરોએ ભારતનાં કન્નડ, મરાઠી, તેલુગુ અને ઉર્દૂ અખબારોમાં છપાયેલા ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના સમાચારોને અંગ્રેજીમાં અનુવાદિત કરાવ્યા હતા. જ ેમ કે, તેલુગુ અખબારોમાં ગાંધીજીને એક પૌરાણિક વ્યક્તિત્વ ધરાવતા હિં દુ વ્યક્તિ તરીકે ચીતરવામાં આવ્યા હતા. ગાંધીજીનું ભારતમાં ભવ્ય સ્વાગત કેમ કરવામાં આવ્યું હતું તે વાત સમજવા માટે ગુહાનું સંશોધન ખાસ્સું મદદરૂપ થાય છે. આ ઉપરાંત ગાંધીના ભારત આગમનને સરોજિની નાયડુ અને મોહમ્મદ અલી ઝીણા જ ેવા તત્કાલીન મોટા નેતાઓએ કેમ વધાવ્યું હતું તે વાતનો જવાબ પણ આ પુસ્તકમાં વધુ સ્પષ્ટ રીતે મળે છે. અત્યાર સુધીના ગાંધીજી વિશેનાં મહત્તમ ચરિત્રાત્મક લખાણો તેમનાં સંસ્મરણો, પત્રો, લેખો અને પ્રવચનો પરથી જ લખાયાં છે. વળી, આ બધું જ લખાણ ધી કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધીના ૧૦૦ ગ્રંથોમાં સમાવાયેલું જ છે. જ્યારે લેખકે ગાંધીજી પર સંશોધન કરવા માટે ગાંધીજીનાં પોતાનાં લખાણો સહિત વિશ્વભરનાં પુસ્તકાલયોમાં સચવાયેલી આર્કાઇવ્ઝનો પણ ઉપયોગ કર્યો છે. વળી, એક જ વ્યક્તિ વિશે અનેક ચરિત્રો લખાય ત્યારે તેમાં પુનરોક્તિથી ભાગ્યે જ બચી શકાતું હોય છે એવા સંજોગોમાં ગાંધીજી વિશે અજાણી વાતો જાણવા અને તેને સમાંતર તત્કાલીન ભારતીય ઇતિહાસના જ્ઞાનમાં વધારો કરવા આ પુસ્તક ઉત્તમ બની રહે છે. વિશાલ શાહ Email : vishnubhartiya@gmail.com

321


પ્રેમધર્મનું શાસ્ત્ર સમજાવતું પુસ્તક : સત્યાગ્રહની મીમાંસા

ગાંધીજીએ

સત્યાગ્રહની શોધ દક્ષિણ આફ્રિકામાં કરી હતી અને પછી વરસોના તપોબળે હિં દે આઝાદી મેળવી. તે બળ શું છે, તે આ પુસ્તકમાં ગાંધીજીના એક અવતરણમાં જાણવા મળે છેૹ ‘સત્યાગ્રહ એટલે પ્રેમધર્મને અનુસરીને સત્યનું ગમે તે ભોગે પાલન કરવાનો નિશ્ચય. મનુષ્ય મનુષ્ય વચ્ચેના કલહ શમાવવાની દૃષ્ટિએ સત્યાગ્રહ તે શમાવવાની પદ્ધતિ છે; એ દ્વારા આપણે (કોઈ પણ રૂપે) હિં સા વાપરીને નહીં, પણ સહન કરીને કલહ પતાવવા મથીએ છીએ’ સત્યાગ્રહ એ માત્ર આંદોલનનો એક પ્રકાર નથી, બલકે આચરણનું શાસ્ત્ર છે. તેમાં માત્ર જાહે ર હિત અર્થે પોતાના સત્યને સાબિત કરવાની મથામણ માત્ર નથી, પણ તેની સાથે અનેક પાસાં જોડાયેલાં છે, અને તેમાં સૌથી મુશ્કેલ પાસું સામેના પક્ષ માટે જરાય દ્વેષ ન રાખવો તે છે. સત્યાગ્રહની આ સૂક્ષ્મતા જ ેમ આચરણમાં છે, તેમ તેના બૃહદ્ શાસ્ત્રમાં છે. આ શાસ્ત્રને સૂક્ષ્મતાથી સમજાવવાનું કામ સત્યાગ્રહની મીમાંસામાં થયું છે. આઠ દાયકા અગાઉ પ્રકાશિત થયેલું આ પુસ્તક ખરે ખર તો લેખક મગનભાઈ પ્રભુદાસ દેસાઈ, જ ે એ વખતે વિદ્યાપીઠમાં વિદ્યાર્થી હતા ત્યારે પારં ગત(એમ.એ.) પદવી માટે રજૂ કરે લો સંશોધનનિબંધ છે. સત્યાગ્રહની વિસ્તૃત મીમાંસા કરતા આ સંશોધિત-પુસ્તકની પ્રકરણ સૂચિમાં જ લેખક સત્યાગ્રહને ઊંડાણથી ચર્ચતા લખે છે કે, ‘સત્યાગ્રહનો સિદ્ધાંત શો છે તેનું નિરૂપણ કરવા માટે જ ેટલી ચર્ચા જોઈએ તેટલી બધી આમાં આવી સત્યાગ્રહની મીમાંસા લેૹ મગનભાઈ દેસાઈ પ્રકાશકૹ ગૂજરાત વિદ્યાપીઠ 1948માં પ્રકાશિત બીજી આવૃત્તિનું પુનર્મુદ્રણ વર્ષૹ 2012 પાકું પૂઠુ ં સાઇઝૹ 4.75" x 7" ISBNૹ 978-81-89854-64-5 પાનાંૹ 48+294 • ૱ 100

322

છે એમ મારું માનવું છે. સત્યાગ્રહનો સિદ્ધાંત એટલો બધો વ્યાપક છે કે તેનાં અનેક અંગોની સ્વતંત્ર ચર્ચા કરી હોય તો મૂળ સિદ્ધાંત કદાચ વધારે સ્પષ્ટતાથી સમજાય. પણ, આ પુસ્તકમાં તેનાં અંગોની મીમાંસા નથી. છતાં મૂળ સિદ્ધાંતની સમજ અને તેનું અનેક દૃષ્ટિએ પરીક્ષણ આમાં આવી જાય છે. એથી મારું માનવું છે કે તે અધૂરું નહીં લાગે’ પુસ્તકમાં મગનભાઈએ સત્યાગ્રહ એટલે શું?, સત્યાગ્રહની મૂળ માન્યતા, સત્યાગ્રહની શોધ, સત્યાગ્રહનો જન્મ, સત્યાગ્રહનો પ્રચાર, તેનો ઇતિહાસ, સત્યાગ્રહ નિર્બળનું શસ્ત્ર?, શસ્ત્રયુદ્ધનો નૈતિક અવેજ, સત્યાગ્રહ-સામ્યવાદ ને સમાજવાદ, તેની મર્યાદા, કાર્યપદ્ધતિ, કરબંધી વગેરે અનેક મુદ્દા પર વિગતે ચર્ચા કરી છે. ક્રાઉન સાઇઝના ૩૪૨ પાનાંને સફે દ પુઠામાં બાંધીને તૈયાર થયેલું આ પુસ્તક સત્યાગ્રહને સમજાવતો સૌથી મોટો ગ્રંથ હોવાનું ગૌરવ લઈ શકે તેવું છે, અને તેમ બનવાનું કારણ સત્યાગ્રહનું એક પણ પાસુંને છૂટી ન જાય તેની લેવામાં આવેલી તકેદારી છે. પુસ્તક દરે ક પ્રકરણમાં સત્યાગ્રહનું એક આગવું સ્વરૂપ વાચક સામે મૂકી આપે છે અને તેની સમજ પણ સ્પષ્ટ કરી આપે છે. આ વિષયમાં વધુ સ્પષ્ટતા આવે તેની વળી સારી ભૂમિકા કાકાસાહે બની પ્રસ્તાવના બાંધી આપે છે. ગંભીર મુદ્દાને પણ સરળતાસહજતાથી સમજાવવાની પોતાની શૈલીમાં કાકા લખે છેૹ ‘લોકો સત્યાગ્રહને એક રાજદ્વારી શસ્ત્ર તરીકે વધારે ઓળખે છે. પણ સત્યાગ્રહ એ જીવનવ્યાપી તત્ત્વ છે, એ સામાજિક ધર્મ છે. સત્યાગ્રહનો ઉપયોગ દરે ક કુ ટુબ ં માં અનાદિ કાળથી થતો આવ્યો જ છે. જ્યારે એનો રાજદ્વારી ઉપયોગ થવા લાગ્યો ત્યારે રાજદ્વારી સત્તા એનાથી ગભરાઈ ઊઠી એટલું છે. ખરું જોતાં સત્યાગ્રહ અખત્યાર કરનારને અને સત્યાગ્રહના બળને વશ થનારને બંનેને એમાં આનંદ આવે. અને બંનેને શોભાવે એવું એ તત્ત્વ છે. જીવન [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


સાથે જ ેમ શ્વાસોશ્વાસ વણાયેલો જ છે, તેવી જ રીતે સામાજિક જીવનમાં સહકાર અને સત્યાગ્રહ વણાયેલા જ છે, અને બંને બરાબર ચાલે તો જ સમાજશરીર નીરોગી રહે શે અને બલિષ્ઠ થશે’

કુ ટુબ ં થી લઈને સમાજ અને જાહે રજીવનમાં સત્ય હવે કોઈને માફક નથી આવતું ત્યારે તેના આગ્રહની મીમાંસા આપણા સૌ માટે અનિવાર્ય બની રહે છે. સં.. 

ગાંધીવિચારનો મધુકોષ : ગાંધીજીનો સંસ્કારવારસો

ગાંધીવિચારના

મહાપ્રવાહનું દોહન કરીને એને અનેકવિધ રૂપે આકારબદ્ધ કરવાના પ્રયાસો તો અનેક થયા છે; થતા રહ્યા છે, થતા રહે શે, પરં તુ એમાં પી.પ્રકાશ વેગડે અપાર નિષ્ઠાપૂર્વક તૈયાર થયેલો ગ્રંથ ગાંધીજીનો સંસ્કારવારસો એક નોખી ભાત પાડનારો ને અનોખો ગ્રંથ બની રહે છે. પુસ્તકના પ્રકાશકીય નિવેદનમાં કહે વાયું છે તેમ: ‘ધર્મ અને અધ્યાત્મ, રાજકારણ અને અર્થકારણ, વ્યક્તિ અને સમાજ એમ અનેક વિષયોને સ્પર્શતા આ પુસ્તકમાં ગાંધીજીના વિચારોમાં ચાલતું રહે તું અવિરત આત્મનિરીક્ષણ અનુભવાય છે.’ આ બધા વિષયો પર અભ્યાસ કરીને તેમાંના વિચારોને તારવીસારવી, ઉપયુક્ત શીર્ષકો અને તેની અકારાદિ ક્રમે તેમ જ કાલાનુક્રમે એના સંદર્ભોની સુરેખ માહિતી ગાંધીજીનો સંસ્કારવારસો

સંપાદકૹ પી.પ્રકાશ વેગડ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ઃ 2013 પાકું પૂંઠુૹં 5.5 "×8.5" ISBNૹ 978-81-7229-449-6 પાનાંૹ 8+744 • ૱ 450

સાથે, જાણે કે મધમાખી અસંખ્ય પુષ્પો ચૂસીને જ ેમ મધ એકત્ર કરે તેમ સંપાદકે આ મધુકોષ તૈયાર કર્યો છે. દા. ત., એક શીર્ષક કષ્ટસહન (પૃ. ૧૫૧). હવે એની સાથે જુ દી તારવેલી નોંધ—વળી જુ ઓ ઉપવાસ; દુખ; વિપદા; સવિનયકાનૂનભંગ; સહિષ્ણુતા—તો, આ કષ્ટસહનની વાત અન્યત્ર કયા કયા શીર્ષક હે ઠળ મળે તેની ભાળ પણ સંપાદકે આપી છે અને આ સમગ્ર વિષયને જુ દા જુ દા દૃષ્ટિકોણથી કઈ રીતે જોઈ શકાય એ દર્શાવી સમગ્ર વિષયનો નકશો પણ રચી આપ્યો છે. આ દૃષ્ટિએ અભ્યાસીઓએ આ તમામ શીર્ષકો અને પ્રત્યેક અવતરણ નીચે મુકાયેલા સ્રોતઉપસ્રોતની વિગતો ઝીણવટપૂર્વક જોવા જ ેવી છે. ગાંધીજીનો અક્ષરદેહના ૮૧ ભાગ, મહાદેવભાઈની ડાયરીના ૨૩ ભાગ અને એમ ગુજરાતી, અંગ્રેજી ભાષાના ગાંધીજીનાં લખાણો અને ગાંધીવિષયક અનેક ગ્રંથો, ગાંધીજીનાં પત્રો, મુલાકાતો, ભાષણો, અખબારી લેખોનાં હજારો પૃષ્ઠોનો અભ્યાસ કરીને તૈયાર કરે લો આ ગ્રંથ સંશોધકો-અભ્યાસીઓ માટે અભ્યાસગ્રંથ તો વિદ્યાર્થીઓ, અધ્યાપકો, પત્રકારો, લેખકો માટે આ એક ઉત્તમ સંદર્ભગ્રંથ બની રહે એવો છે. રમણીક સોમેશ્વર

વડોદરા

કલ્ચર એટલે સંસ્કારિતા, એજ્યુકેશન એટલે સાહિત્યજ્ઞાન. સાહિત્ય જ્ઞાન સાધન છે. સંસ્કારિતા સાધ્ય વસ્તુ છે. સાહિત્યજ્ઞાન વિના પણ સંસ્કારિતા આવે. જ ેમ એક બચ્ચું શુદ્ધ સંસ્કારી ઘેર ઊછરે તો તેનામાં સંસ્કાર એની મેળે જ ઉત્પન્ન થવાના. આજની કેળવણી છતાં સંસ્કારિતા વચ્ચે આ દેશમાં તો કશો મેળ નથી. એ કેળવણી છતાં સંસ્કારિતા કેળવાયેલામાં પણ હજુ રહી છે. તે તો સૂચવે છે કે આપણી સંસ્કારિતાએ બહુ ઊંડા મૂળ ઘાલ્યાં છે. મો. ક. ગાંધી [પુસ્તકમાંથી]

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

[૧૯૩૧, જાન્યુઆરી ૫, યરવડા મંદિર, પ્રેમાબહે ન કંટકને પત્ર]

323


ગાંધીજીના જીવનના અંતિમ દાયકાનો અવિરત સંઘર્ષ: મહાત્મા ગાંધી, કૉંગ્રેસ અને હિન્દુસ્તાનના ભાગલા

બીજા

વિશ્વયુદ્ધનો આરં ભ થયો એ દિવસોથી આ પુસ્તક શરૂ થાય છે અને હિન્દુસ્તાનના ભાગલા, આઝાદી તેમ જ ગાંધીજીની હત્યાથી પુસ્તકનું સમાપન થાય છે. હિન્દુસ્તાનના ભાગલા કરવાનો તબક્કો કઈ રીતે આવ્યો, તેની પાછળ કયાં કયાં પરિબળો જવાબદાર હતાં, કોણે કેવો ભાગ ભજવ્યો તેની તપસીલ અહીં પાને પાને જોવા મળે છે. હિન્દુસ્તાનના ભાગલાએ ગાંધીજીનું બલિદાન લીધું, સરહદી વિસ્તારોમાં વસતા અનેક નિર્દોષોનો ભોગ લીધો, ત્યાંના લોકોએ માલમિલકતો ગુમાવી—એ બધી બાબતો દિલમાં સંતાપ જગાડે છે. સાથોસાથ આજ ેય આઝાદ ભારતમાં અવારનવાર ફાટી નીકળતાં કોમી રમખાણોના પાયામાં હિન્દુસ્તાનના ભાગલા હોવાનો મુદ્દો આ પુસ્તક અધોરે ખિત કરે છે. આ ભાગલાથી ગાંધીજીએ અકથ્ય પીડા અનુભવી અને એ બધી વિગતો વાંચીને વાચક પણ વેદનામાં ગરકાવ થઈ જાય એટલી માહિતી, દસ્તાવેજો સહિત અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. ઇંગ્લૅન્ડના તત્કાલીન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના શબ્દો—હં ુ બ્રિટિશ સામ્રાજ્યનું વિસર્જન કરવા માટે વડા પ્રધાન નથી બન્યો—થી પુસ્તકની શરૂઆત થાય છે. હિન્દુસ્તાન સ્વતંત્ર ન બનવું જોઈએ એવો સ્પષ્ટ અભિપ્રાય ચર્ચિલનો હતો. આ મુદ્દે અનેક દેશોના વડાની સલાહને અવગણીને ચર્ચિલે બિલકુ લ જડ ગણી શકાય એવું વલણ અખત્યાર કરે લું તે હિન્દુસ્તાનના ભાગલા. મહાત્મા ગાંધી, કૉંગ્રેસ અને હિન્દુસ્તાનના ભાગલા લેૹ દેવચંદ્ર ઝા, અનુ. અશોક ભ. ભટ્ટ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2007 પેપરબૅક સાઇઝૹ 5.5 "× 8.5" ISBNૹ 978-81-7229-365-9 પાનાંૹ 176 • ૱ 100

324

આ માટે ચર્ચિલ પછી બીજી જવાબદારી મહં મદઅલી ઝીણાની હતી. તેઓ મુસ્લિમ લીગના સદસ્યોને પોતાની વ્યૂહરચનાને અનુસરવા માટે સમજાવતા અને કહે તા કે, હિન્દુસ્તાન અંગ્રેજોનું છે, કૉંગ્રેસનું નહીં. કૉંગ્રેસ આપણને કાંઈ પણ આપી શકશે નહીં. તે તરફ જોશો નહીં, અંગ્રેજો આપી શકશે. જ્યાં સુધી દબાણ નહીં લાવીએ ત્યાં સુધી એ પણ નહીં આપે. આપણે જ ે જોઈએ તેને માટે દબાણ લાવવા આપણે અલ્પ સંખ્યામાં છીએ, પણ જ ે આપણને ન ગમે તેની સામે નિષેધાધિકાર વાપરવા આપણે સક્ષમ છીએ.’ અંગ્રેજો થકી કરવામાં આવતાં કોઈ પણ સ્વરૂપના કે પ્રકારના ભાગલા સામે ગાંધીજી છેવટ સુધી વિરોધ કરતા રહ્યા. તેમની દીર્ઘદૃષ્ટિથી તેમણે રાષ્ટ્રને ચેતવણી આપી હતી કે અંગ્રેજોને સાંપ્રદાયિક આધાર ઉપર, સત્તાની સોંપણી કરતા પહે લાં હિન્દુસ્તાનના ભાગલા કરવા દેવામાં આવશે તો દેશને સંકટ અને પાયમાલીનો સામનો કરવો પડશે. તેને પગલે આવશે કડવાશ અને દુશ્મનાવટ. તેઓ હિન્દુસ્તાન પ્રત્યેનું કર્તવ્ય બજાવે અને દેશમાં અવ્યવસ્થા ફે લાશે તેવી દહે શત ન રાખે તેવી સલાહ તેમણે અંગ્રેજોને વારં વાર આપી હતી. આમ, મૂળભૂત રીતે મિ. ગાંધીનો ઉદ્દેશ હિન્દુસ્તાનની એકતા સાચવવાનો છે. યોજનાના સફળ અમલ માટે મુસ્લિમોના મનમાંથી ભયને દૂર કરવો જોઈએ તેવું મિ. ગાંધી પ્રામાણિકપણે માને છે. એક વખત અખંડ હિન્દુસ્તાનને અંગ્રેજો સત્તાની સોંપણી કરી દે, તો હિં દીઓ પરસ્પર સમજી-વિચારી રસ્તો કાઢશે અને જરૂરી હશે તો એક પ્રકારના પાકિસ્તાનનું પણ નિર્માણ કરશે તેવી મિ. ગાંધીને ખાતરી હતી. પરં તુ આખરે , દેશના ભાગલા પડ્યા. અંગ્રેજોએ કેક કાપતા હોય તે રીતે દેશના બે ટુકડા કરી નાખ્યા. ગાંધીજીની સલાહનો અનાદર કરવામાં જ ે ભયંકર કિંમત હિં દી ઉપખંડને ચૂકવવી પડી—કૉંગ્રેસની [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


રાષ્ટ્રોમાં લડાઈ ચાલ્યા જ કરે છે. ધર્મને આધારે પડેલા ભાગલા ટકી શકે નહીં એવું બાંગ્લાદેશના સર્જનથી પુરવાર થયું છે… આટઆટલું હોવા છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તનાવો, ત્રાસવાદી પ્રવૃત્તિઓ વણથંભી ચાલુ છે. આજ ે રાજકીય પક્ષોમાં અને જાહે ર જીવનમાં જ ે દૂષણો જોવા મળે છે તેનો ઉલ્લેખ પણ પુસ્તકમાં થયો છે. આ પુસ્તકનાં આઠ પ્રકરણો અને આઠ પરિશિષ્ટો માહિતીપ્રચુર છે. ખાસ્સી ૨૩૮ જ ેટલી તો પાદટીપો છે. એ દૃષ્ટિએ પુસ્તકનું દસ્તાવેજી મૂલ્ય ઘણું છે.

નેતાગીરી, ઝીણા, માઉન્ટબૅટન અને અંગ્રેજ સરકાર બધા જ સરખા દોષિત છે—તે જગજાહે ર છે. આઠથી દસ લાખ લોકોનાં મૃત્યુ થયાં. દોઢ કરોડ માણસોનાં ઘરબાર ઊજડી ગયાં અને માનવ ઇતિહાસમાં સૌથી મોટુ ં ગણાતું સ્થાનાંતર કરીને તેઓ શરણાર્થી બન્યા. અને તેણે દરવાજા ખોલ્યા– ઉપખંડના બે અલગ થયેલા હિસ્સા વચ્ચે, સતત અને નિરં તર સંઘર્ષના. ટૅક્નૉલૉજીને કારણે વિશ્વ નાનું થતું જાય છે. બર્લિનની દીવાલ તૂટી છે. રશિયાનું વિઘટન થયું છે અને લોખંડી દીવાલ હવે અસ્તિત્વમાં નથી. ‘ઠંડુ ં યુદ્ધ’ હવે નથી છતાં અમેરિકાની દાદાગીરીથી અને સંહારક શસ્ત્રોના બેસુમાર ઉત્પાદનથી વિશ્વના એક યા બીજાં

ઇન્દુકુમાર જાની Email : indukumar.ny@gmail.com 

આઝાદી અને ભાગલાના ઇતિહાસને સમજવાની �ષ્ટિ ખીલવનારુ ં પુસ્તક: મધરાતે આઝાદી યાને ગાંધીજીની હત્યાની કહાણી

ફ્રાન્સના

બે લેખકો લેરી કોલિન્સ અને ડોમિનિક લાપિયેરના અંગ્રેજી પુસ્તક Freedom at Midnight (૧૯૭૫)નો ગોપાળદાસ પટેલે કરે લો આ સંક્ષિપ્ત અનુવાદ છે. લોર્ડ માઉન્ટબૅટનની ભારતના ગવર્નર જનરલ તરીકે વરણીથી લઈને ગાંધીજીના અંતિમ ‘હે રામ!’નો વિગતે પરિચય કરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ પુસ્તક વાચકોને હિં દની આઝાદી અને ભાગલાના ઇતિહાસને શક્ય એટલી નજદિકીથી જોવા સમજવાની દૃષ્ટિ ખીલવનારું બની રહે છે. એક રાષ્ટ્ર મધરાતે આઝાદી યાને ગાંધીજીની હત્યાની કહાણી લે. લેરી કોલિન્સ અને ડોમિનિક લાપિયેર અનુવાદ: ગોપાળદાસ પટેલ પુનઃપ્રકાશન વર્ષઃ 2015 પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પેપરબૅક સાઇઝૹ 5 .5"×8.5" ISBNૹ 978-81-7229-661-2 પાનાંૹ 120 • ૱ 100

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

તરીકે ભારતના જન્મના સંજોગોને તારવીને આપવાનું ભગીરથ કામ આ કૃ તિના મૂળ લેખકોને આપણા દેશ વિશે કોઈ જ અનુભવ ન હતો ત્યારે , ભારે જહે મત કરી અનેક મુલાકાતો, પાર વિનાના મૂળ દસ્તાવેજો અને હિં દુસ્તાનના ભાગલાના સંદર્ભમાં તેમને હાથવગાં બનેલાં સાહિત્ય પર શ્રમ કરીને પાર પાડ્યું છે. ૧૨ પ્રકરણોને આવરી લેતું ૧૧૯ પાનાંનું આ પુસ્તક પૂરેપૂરું સમજીને સામાન્ય માણસ પણ સમજી શકે તેવી સરળ ભાષામાં સંક્ષિપ્તમાં રજૂ કરવાનું એથીય ભગીરથ કામ ગાંધીયુગીન વિદ્યાવ્યાસંગી ગોપાળદાસ પટેલે કર્યું છે. પુસ્તકને આવકાર આપતા વાસુદેવ મહે તાએ લખ્યું છે : ‘…શ્રી ગોપાળદાસ પટેલે સંક્ષેપ એવી કુ શળતાથી કર્યો છે કે, અસલ પુસ્તક વાંચી જવાની પ્રેરણા મળે અને એમ ન બની શકે તો અસલ વાંચ્યું હોય એનો ઓડકાર આવે.’ સિદ્ધાર્થ ન. ભટ્ટ પાલડી, અમદાવાદ–૦૭

325


ખાદીના ઇતિહાસનું ગૌરવ અને ભવિષ્યની સંભાવનાનું તર્કબદ્ધ આલેખન: Cotton Khadi in Indian Economy

સ્વરાજની લડતમાં અંગ્રેજ સલ્તનતને આર્થિક ફટકો

પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા રહી ખાદીની. કપાસ, રે શમ કે ઊનમાંથી બનેલું ભારતમાં હાથે કંતાયેલું ને હાથે વણાયેલું આ વસ્ત્ર—સ્વદેશી વસ્ત્ર—માત્ર વિદેશી કાપડના બહિષ્કાર માટે નિમિત્ત બન્યું તેમ ન હતું, એ ઉપરાંત પણ ખાદીની ઘણી મહત્ત્વની ભૂમિકા રહી, તે ગામડાંમાં વસતાં લાખો ગરીબ દેશવાસીઓમાં સ્વાવલંબનની અને આત્મગૌરવની ભાવના જગાવવાની, ખાદીનો જ ે ભવ્ય ઇતિહાસ આ દેશ પાસે હતો એની પ્રતીતિ તેમને કરાવવાની અને ભવિષ્યમાં ખાદી ફરી આભને આંબશે એવો આત્મવિશ્વાસ જગાવવાની. Cotton Khadi in Indian Economy પુસ્તક આ બધાં પાસાંને વિસ્તૃત રીતે અને આ પ્રકારના વિષયમાં અનિવાર્ય એવા સંદર્ભો સાથે મૂકી આપે છે. ૧૯ પ્રકરણોનું આ પુસ્તક દરે ક પ્રકરણમાં પેટા પ્રકરણો સાથે ખાદીના ઇતિહાસથી લઈને આઝાદી પછી ખાદીક્ષેત્રે આવેલા ચઢાવઉતાર અને ભવિષ્યમાં ખાદીનાં ઉત્પાદન અને વેચાણની સંભાવનાને આવરી લેતાં SWOT (Strength, Weakness, Opportunity, Threats) Analysis સુધી તર્કબદ્ધ રીતે આલેખન કરે છે. દેશમાં ખાદીનું ઉત્પાદન કરતાં મહત્ત્વનાં રાજ્યો, ખાદીનું ઑર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, ખાદીના પ્રકાર અને વિવિધ પંચવર્ષીય યોજના વાર આંકડાકિય વિગતો ધરાવતા ૫૦ ઉપરાંત કોઠા અને ૨૦ જ ેટલા ચાર્ટ, ડાયાગ્રામ, ગ્રાફ અને નકશા પુસ્તકને સંશોધકીય Cotton Khadi in Indian Economy Authorૹ Yovesh Chandra Sharma Publicationૹ Navajivan Publishing House First Edition ૹ 1999 ISBNૹ 81-7229-258-9 Hard Bound Sizeૹ 5.5 "×8.5" Pgsૹ 28+344 • ૱ 200

326

ઊંચાઈ બક્ષે છે તો સંશોધિત ચરખા અને તેના પર કામ કરતાં કારીગરોના બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સ પુસ્તકને ‘એસ્થેટિક વૅલ્યૂ’ પૂરી પાડે છે. પુસ્તકમાંથી એવી ઘણી વિગતો મળી રહે છે જ ે કદાચ પહે લી વાર આટલી જાહે રપણે મુકાઈ હોય. જ ેમ કે, ‘આઝાદીનો પોશાક’ કહે વાયેલી આ ખાદીનો સૌથી વધુ ફે લાવો ૧૯૫૫થી ’૬૫ના ગાળામાં થયો. આ ગાળામાં ખાદીની ગુણવત્તા વધવાની સાથે ઉત્પાદન પણ વધી રહ્યું હતું. ૧૯૫૫-૫૬માં રાષ્ટ્રીય સ્તરે ૨.૩ કરોડ ચો.મી. ખાદીની સરખામણીએ દસ વર્ષમાં ખાદીનું ઉત્પાદન ૩૨૮% વધીને ૭.૫૫ કરોડ ચો.મી. પર પહોંચી ગયું હતું. કાંતનાર-વણનાર કારીગરોની સંખ્યા ૬.૫૭ લાખથી વધીને ૧૯.૯૫ લાખ સુધી પહોંચી ગઈ હતી, પરં તુ પછીનાં વર્ષોમાં સાતત્ય ન જળવાયું. એક સમયે કેવીઆઈસી (ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન-મુંબઈ) સાથે સંકળાયેલા આ પુસ્તકના લેખક યોવેશચંદ્ર શર્મા ભારે દુ:ખ સાથે પોતાના નિવેદનમાં જણાવે છે કે ખાદીની વિવિધ યોજના-કાર્યક્રમો ખરે ખર તો કાંતનાર-વણનાર કારીગરોના લાભાર્થે શરૂ થયા હતા પરં તુ તેઓ હજુ ય તેમની મહે નતના પ્રમાણમાં સંતોષજનક વળતર મેળવી શકતા નથી. આ કારીગરોની સંખ્યા વધે અને તેમને સંતોષજનક રોજગારી મળે એ ખાદીયોજનાઓનો મુખ્ય ઉદ્દેશ બની રહે વો જોઈએ. આ પુસ્તક તેમ થવા માટે એક સાધન બની રહે તો એ માટે મેં ઉઠાવેલી જહે મત લેખે લાગશે. પુસ્તકની પ્રસ્તાવના કેવીઆઈસીના પૂર્વ અધ્યક્ષ (અને પછીથી ગુજરાતના રાજ્યપાલ પણ બનેલા) નવલકિશોર શર્માએ લખી છે. ખાદીના વિકાસમાં રસ ધરાવનાર સૌને આ પુસ્તક વાંચવા તેઓ ભલામણ કરે છે. પુસ્તકનું અર્પણ ‘To millions of artisans, the unemployed and underemployed in rural India, who could be provided sustainable [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


gainful occupation by Cotton Khadi Industry, as envisaged by Mahatma Gandhi.’ આ

ભલામણ પર જાણે ગાંધીમહોર મારે છે. કેતન રૂપેરા

Emailૹ ketanrupera@gmail.com

સ્ત્રીઓને સ્વની ઓળખ કરાવતું પુસ્તક : સ્ત્રીઓ અને સ્ત્રીજીવનની સમસ્યાઓ

દક્ષિણ

આફ્રિકામાં ગાંધીજી અને ઍન્ડ્રૂ ઝની વચ્ચે એક સંવાદ થયેલો. બાપુ કહે , ‘સમાજવ્યવસ્થામાં જો સ્ત્રીહૃદયને યોગ્ય અને પૂરતું સ્થાન હોય તો સર્વોદય થવાનો જ, એટલે ઍન્ડ્રૂ ઝ ચાર્લીએ મોહનને કહ્યું, ‘Mohan, you have a feminine soul.’ સ્ત્રીઓ પ્રત્યેનો ગાંધીજીનો અભિગમ અનોખો છે. તેઓ કહે છેૹ ‘હં ુ સ્ત્રી છુ .ં સ્ત્રીઓને સારુ હં ુ સ્ત્રી જ ેવો બન્યો છુ ં ને તેનું હૃદય ઓળખું છુ .ં પુરુષોએ પોતાની મર્યાદા સમજવાની છે અને જ્યાં લગી પતિપણું છૂટે નહીં ત્યાં સુધી સ્ત્રીને ઓળખાય જ નહીં. આવો પતિ હં ુ મટ્યો એટલે જ બાને ઓળખવા પામ્યો ને બીજી બહે નોને ઓળખવા લાગ્યો. હં ુ લાખો સ્ત્રીઓના પરિચયમાં આવ્યો છુ .ં એ મને કહે છે કે અમે તમને પુરુષ નહીં પણ સ્ત્રી જ ગણીએ છીએ. મને ભાસે છે કે આ વાત ખરી છે. દક્ષિણ આફ્રિકામાં મેં જોયું કે સ્ત્રીઓની સેવા વિના દરિદ્રનારાયણની સેવા ન થઈ શકે. લોકોએ મને ‘મહાત્મા’નું પદ આપ્યું છે તેનો યશ બાને છે.’ ગાંધીજી દેશનેતા તરીકે, ધર્મોપદેશક તરીકે, કર્મયોગી તરીકે, બાપુ તરીકે, મા તરીકે—આમ, વિવિધ રૂપે બહે નોની આગળ રજૂ થયા છે. ગાંધીજી બહે નોને પત્રો દ્વારા, પ્રવચનો દ્વારા, પોતાનાં લખાણો દ્વારા… સ્ત્રીઓ અને સ્ત્રીજીવનની સમસ્યાઓ લે.ૹ ગાંધીજી સં.ૹ લલ્લુભાઈ મકનજી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1967માં પ્રકાશિત પહે લી  આવૃત્તિનું આઠમું પુનમુદ્રણ વર્ષૹ 2014 પાકું પૂંઠુૹં 4.75 "×7" ISBNૹ 978-81-7229-105-1 પાનાંૹ 128 • ૱ 35

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

કંઈ ને કંઈ માર્ગદર્શન આપતા જ રહે તા અને બહે નોનાં જીવનને ઘડતા. આઝાદીની લડતો-આંદોલનોના કાળ દરમિયાન સ્ત્રીઓ અંગે બાપુના વિચારોની ઝાંખી લલ્લુભાઈ મકનજી સંપાદિત આ પુસ્તકમાંથી મળે છે. બાપુએ સ્ત્રીઓની સમસ્યાઓનું એવું દર્શન કરાવ્યું છે જ ે જીવનની તિમિરમય કેડી પર અજવાળું પાથરી જાય છે. લલ્લુભાઈ લખે છેૹ ‘ગાંધીજીએ સ્ત્રીઓને લડતમાં જોતરીને અને આશ્રમમાં તેમને સમાન હક અને સ્વતંત્રતા આપીને સ્ત્રીઓનું સમાજમાં કેવું સ્થાન હોવું જોઈએ તેનો ઉત્તમ નમૂનો રાષ્ટ્રને પૂરો પાડ્યો છે. આશ્રમજીવન દ્વારા સ્ત્રીઆલમની ઉત્તમ સેવા કરી છે.’ પિતૃસત્તાક સમાજમાં નારીનું સ્થાન સદીઓથી દ્વિતીય દરજ્જાનું રહ્યું છે, પરં તુ ગાંધીજી કહે છે, ‘પ્રભુએ પુરુષ અને સ્ત્રી મળીને એક અખંડ અને પૂર્ણ ઘટમાળ બનાવી છે. પ્રભુ પાસે બંનેનો દરજ્જો સરખો જ છે.’ બાપુ તો બહે નોને કહે તા, તમારું અંતર મારી પાસે ઠાલવી મારી પાસેથી ‘મા’નું કામ લેજો. અસંખ્ય બહે નોએ બાપુ પાસે પોતાનું અંતર ઠાલવી જીવનનું કીમતી ભાથું મેળવ્યું હતું. સમાજજીવનનાં રૂઢિઓ અને બંધનો તોડવા તેમણે તેજસ્વી લખાણોનો ધોધ વરસાવ્યો હતો. સ્ત્રીજીવનને લગતાં મહત્ત્વનાં લખાણોને ૩૬ પુસ્તકોમાંથી ભેગાં કરીને સંપાદકે ૯૦ પાનાંમાં વિષય વાર સમાવ્યાં છે. એક પણ ફકરો કે વાક્ય સંદર્ભ વિનાનું નથી. સ્ત્રી પોતાની આત્મ-ઓળખ, પોતાની સ્વતંત્રતા અને પોતાની જાત પ્રત્યેની વાત કહે વા હવે આગળ આવી છે. આ દૃષ્ટિએ સમગ્ર સંપાદન અત્યંત ઉપયોગી છે. નીલમ પરીખ

છાપરા રોડ, નવસારી

327


રેલવેના થર્ડ ક્લાસના મુસાફરનો ફર્સ્ટ ક્લાસ સંઘર્ષ વર્ણવતું પુસ્તક:

महात्मा गांधी और रेलवे

દક્ષિણ આફ્રિકામાં પિટરમેરિત્ઝબર્ગના રે લવે સ્ટેશને

મોહનદાસને ઉતારી મુકાયા એ સાથે મહાત્મા બનવાની તેમની સફર આરં ભાઈ. એ બનાવ સિવાય પણ ગાંધીજીના જીવનમાં રે લવેનું એક અલગ મહત્ત્વ છે. ભારત પરત ફર્યા પછી તેમણે દેશને જાણવાસમજવા માટે એક વર્ષ આખા દેશની જ ે સફર કરી તે રે લવેમાં જ કરી અને એ પછી સ્વરાજની લડત માટે દેશના કોઈ પણ ખૂણે પહોંચવાની એમની સફર પણ મહદંશે રે લવેમાં જ થઈ. નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયના નિર્દેશક અને રે લવે બૉર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા વાય. પી. આનંદ સંપાદિત પુસ્તક महात्मा गांधी और रेलवे (અંગ્રેજીમાં Mahatma Gandhi & The Railways) માં ગાંધીજીનો રે લગાડી સાથેનો સંબંધ વર્ણવાયો છે. આ પુસ્તક ભારતીય રે લવેની દોઢસોમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે વર્ષ ૨૦૦૨માં અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં પ્રકાશિત કરાયું. ગાંધીજીએ દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો એવી વ્યાપક સમજ છે. એ સમજ સાચી છે પરં તુ અધૂરી છે, એ પણ આ પુસ્તક બહુ સાહજિકતાથી સમજાવી જાય છે. આઝાદીની લડત ઉપરાંત રે લવેના ત્રીજા વર્ગના મુસાફરોના ન્યાય માટે પણ ગાંધીજીએ બહુ લાંબી અને અકલ્પનીય લડત આપી હતી. આ પુસ્તકમાં એ લડત પર વિશેષ ધ્યાન અપાયું છે. महात्मा गांधी और रेलवे સંકલનૹ ડૉ. વાય. પી. આનંદ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પહે લી આવૃત્તિ ૹ 2002 પાકું પૂંઠુૹં 5.5 "×8.5" ISBNૹ 81-7229-323-2 પાનાંૹ 32+96 • ૱ 100

328

ગાંધીજીએ થર્ડ ક્લાસના પેસેન્જર્સને થતો અન્યાય નિવારવા માટે લખેલા લેખો, આપેલાં ભાષણો, કરે લો પત્રવ્યવહાર આ પુસ્તકમાં સમાવાયો છે. આપણે ત્રીજા વર્ગના મુસાફરો માટે કંઈ ન કરીએ તો વાંધો નહીં, માત્ર એક વખત ત્રીજા વર્ગના સામાન્ય પ્રવાસીની માફક, લાઇનમાં ઊભી, ટિકિટ લઈને મુસાફરી કરીએ, એટલે ત્રીજા વર્ગની વેદના આપોઆપ સમજાઈ આવશે. બીમારીને કારણે જ્યારે ત્રીજા વર્ગને બદલે વધુ સુવિધાજનક વર્ગમાં મુસાફરી કરતા ત્યારે તેમને અત્યંત શરમ આવતી એવું પણ તેમણે લખ્યું છે. નથી લાગતું કે આજ ે થર્ડ ક્લાસના ડબામાં બેસવા જગ્યા મળી જાય તો મનોમન એક વખત ગાંધીજીને યાદ કરી લેવા જોઈએ! અનેક યાત્રાઓને કારણે ગાંધીજી રે લવેની સમસ્યાનો હરતોફરતો ‘ભગવદ્ગોમંડલ’ બની ગયા હતા! કઈ રે લવેલાઇનની ગાડીઓ સાફસુથરી છે, કઈ લાઇનની ગાડીઓનાં સંડાસ ગંદાં છે, કયા સ્ટેશન પર મહત્તમ લાંચ લેવાય છે, કયા સ્ટેશન પર ટિકિટબારીમાં સગાવાદ ચાલે છે વગેરે તેઓ સરળતાથી કહી શકતા હતા. એ અંગે પોતાનાં ભાષણોમાં ફોડ પાડતા અને લખાણોમાં પણ લખતા. તેમણે લખ્યું છે, એક સમય હતો જ્યારે હં ુ મુસાફરોની અગવડોની ફરિયાદ કરવામાં અને તેને દૂર કરવામાં નિષ્ણાત બની ગયો હતો! થર્ડ ક્લાસમાં જ મુસાફરી કરીને ગાંધીજીએ મુસાફરોની સુવિધા માટે ફર્સ્ટ ક્લાસ લડત આપી હતી એમ આ પુસ્તક સાબિત કરી આપે છે. ગાંધીજીને રે લવે સાથે જોડી આપતાં ૫૦ જ ેટલા ફોટોગ્રાફ્સ આ પુસ્તકની પસંદગી માટે ‘લીલી ઝંડી’ બની રહે છે. લલિત ખંભાયતા Email : lalitgajjer@gmail.com

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીના નેતૃત્વની સંશોધનાત્મક અને સર્વસમાવેશક રજૂ આત: Gandhi’s outstanding Leadership

આપણામાંથી

મોટા ભાગના લોકો પ્રવાહની દિશામાં જ આગળ ધપવાનું પસંદ કરીએ છીએ. પણ સામા પ્રવાહે તરવાનું સાહસ ‘લીડર’ જ કરી શકે છે. સાહસ કરીને સમાજને નવો રાહ દેખાડે તેને જ સાચો નેતા કહે વાય છે. ગાંધીજી એ અર્થમાં ખરા લીડર હતા. ગાંધીજીએ સત્ય અને અહિં સાનો એક નવો જ માર્ગ દુનિયાને દેખાડ્યો તેમ જ રૂઢિચુસ્ત ભારતીય સમાજમાં પ્રવર્તતી અનેક બૂરાઈઓ દૂર કરવા ‘સામા પ્રવાહે ’ તરવાનું સાહસ કર્યું. અંગ્રેજો સામેની લડાઈમાં તેમના નેતૃત્વે ભારતીયોને જ ેટલા આંદોલિત કર્યા હતા, તેટલી જ પ્રેરણા વિશ્વના અન્ય દેશોના નેતાઓને પણ આપી હતી. અત્યારે દુનિયામાં સૌથી વધુ ખોટ દીર્ઘદૃષ્ટિ ધરાવતા અસરકારક નેતૃત્વની છે. આ તકનો લાભ લઈને છેલ્લાં કેટલાંક વર્ષોથી લીડરશિપ (નેતૃત્વ) પર હજારો પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યાં છે. અત્યારે નાનીમોટી સફળતા મેળવનાર દરે ક વ્યક્તિને લીડર માનવામાં આવે છે, પણ યેનકેન પ્રકારે ણ કે સમયસંજોગોનો સાથ મળતાં નસીબજોગે સફળતા મેળવનાર દરે ક વ્યક્તિને લીડર કહી શકાય કે કેમ, એ અંગે વ્યાપક દૃષ્ટિએ વિચારવું જરૂરી છે. તો જ નક્કી થઈ શકે કે વ્યક્તિ ખરે ખર લીડર છે કે માત્ર મૅનેજર? કુ શળ લીડરમાં કયા ગુણ હોય છે? તેની ઉપલબ્ધિઓ શું હોય છે? તે કેવી રીતે અનેક લોકોને સાથે રાખીને તેમની પાસેથી કામ લઈ શકે છે? જો આ પ્રશ્નોનો Gandhi's Outstanding Leadership byૹ Pascal Alan Nazareth Published by Sarvodaya International Trust in 2006 2nd Edition : 2009 Hard Cover with Flap Pagesૹ 206 (11+195) ISBN : 978-81-89220-105

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

જવાબ મેળવવો હોય તો ભારતના નિવૃત્ત રાજદૂત પાસ્કલ એલન નાઝરે થનું બેસ્ટ સેલર અંગ્રેજી પુસ્તક Gandhi’s Outstanding Leadership વાંચવું રહ્યું. વર્ષ ૨૦૦૬માં પ્રકાશિત આ પુસ્તકનો આશય શિક્ષકોને ગાંધીજીનાં કાર્યોનો પરિચય કરાવવાનો છે, જ ેથી તેઓ આગામી પેઢીને ગાંધીમૂલ્યો સમજાવી શકે. અલબત્ત, આ પુસ્તકનો વ્યાપ વાલીઓ અને મોટી ઉંમરના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સુધી વિસ્તરે તો તેમાં એમને જ લાભ છે. પુસ્તક ત્રણ ભાગમાં વહેં ચાયેલું છે. પ્રથમ ભાગમાં ગાંધીજીના નેતૃત્વના ગુણોનું વિવેચન, તેમનાં જીવનની વિવિધ ઘટનાઓ સાથે કરવામાં આવ્યું છે. બીજા ભાગમાં તેમના નેતૃત્વની ઉપલબ્ધિઓ દર્શાવવામાં આવી છે. ત્રીજા ભાગમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો રોમાં રોલાં, રવીન્દ્રનાથ ટાગોર, મીરાંબહે ન, વિનોબા ભાવે, માર્ટિન લ્યુથર કિંગ, જ્યૉર્જ બર્નાડ શૉ અને દલાઈ લામા પર ગાંધીજીના નેતૃત્વનો પ્રભાવ દર્શાવવામાં આવ્યો છે તેમ જ ગાંધીજી પર લખાયેલાં નાટકો, ફિલ્મો, સંગીતરચનાઓ વગેરેની યાદી આપવામાં આવી છે. ગાંધીજીની આત્મકથામાં જણાવ્યા પ્રમાણે તો તેમનામાં ઘણી નબળાઈઓ હતી, જ ે માણસ તરીકે આપણા સૌમાં હોય છે. પણ એ તમામ નબળાઈઓ દૂર કરવા જાત સાથે સંવાદ સાધ્યો હતો, સંઘર્ષ કર્યો હતો અને તેમાં સફળતા મેળવી હતી. તેમણે સમાજની નબળાઈ દૂર કરવાનો પ્રયાસ કરવાની સાથે સાથે પોતાની અંદર રહે લી નબળાઈઓ પર પણ વિજય મેળવવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. તેમના આ પ્રયાસો પર પ્રકાશ પાડતું અને દુનિયાભરના વિવિધ ક્ષેત્રના જાણીતા અગ્રેસરોની ગાંધીજી વિશેની વાત મૂકતું આ પુસ્તક તેમના નેતૃત્વને યથાર્થપણે રજૂ કરે છે. કેયૂર કોટક E-mailૹ keyurkotak@gmail.com

329


ગાંધી-અધ્યયનમાં આગળ વધવા માટે એક મહ�વનું સોપાન: ગાંધીજીનું સાહિત્ય

ગૂજરાત

વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની પદવી માટે લખેલો આ મહાનિબંધ સૌપ્રથમ ઈ. સ. ૧૯૭૧માં પુસ્તક રૂપે પ્રકાશિત થયો ત્યારે તેને આવકાર આપતાં ઉમાશંકર જોશીએ લખ્યું હતું, ‘ગાંધીજીનું સાહિત્ય… સામાન્ય અભ્યાસવિષય નથી. … ભાઈ મોદી અનેક ઠેકાણે મૂળ પ્રેરણાઓ સુધી જાય છે અને વિચારસ્રોતની વાતમાં ગૂંથાય છે. … ડૉ. રમણલાલ મોદીનો ‘ગાંધીજીનું સાહિત્ય’— એ મહાનિબંધ ગાંધીઅધ્યયનમાં આગળ વધવા માટે એક મહત્ત્વનું સોપાન બની રહે શે.’ અને બન્યું પણ એવું જ છે. ગાંધીસાહિત્ય પર આ બરનું કોઈ ગુજરાતી પુસ્તક ઝટ જડતું નથી. પુસ્તકમાં ગાંધીજીના પ્રારં ભિક લખાણોથી માંડીને, તેમણે આવરી લીધેલા વિષયો, પત્રસાહિત્ય, પત્રકારત્વ અને આલેખન રીતિ-ભાષાશૈલીને લેખક વિસ્તૃત રીતે મૂલવે છે. લેખકે ગાંધીજીના ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યમાં પ્રવેશ પહે લાં તેના પૂર્વકાલીન સાહિત્યનો પણ પરિચય કરાવ્યો છે, જ ેનાથી ગુજરાતી સાહિત્ય અને તેની ભાષાનો ક્રમિક વિકાસનો અંદાજ મળે છે. ઓગણીસ વર્ષની ઉંમરે અભ્યાસાર્થે વિલાયત જવાનું થયું ત્યારે ગાંધીજી સમયાંતરે અન્નાહારીની ે ન’ સામયિક માટે લખતા તરફે ણ કરતાં ‘ધિ વેજિટરિય થયા. લખાણનો આ મહાવરો દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન વધ્યો અને તેમાં પરિપક્વતા આવતી ગઈ. ત્યાર બાદ ‘ઇન્ડિયન ઓપીનિયન’ દ્વારા પત્રકારત્વની ગાંધીજીનું સાહિત્ય લેૹ રમણ મોદી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1971માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું ચોથું પુનર્મુદ્રણ વર્ષ 2016 પેપર બેક સાઇઝ 5.5"x 8.5" ISBNૹ 978-81-7229-364-2 પાનાંૹ 384 • ૱ 250

330

સફર, અન્ટુ ધિસ લાસ્ટ, લેટર્સ ફ્રોમ જોહન ચાઇનામેન, ઇવાન ધ ફુલ જ ેવાં પુસ્તકોના મુક્ત અનુવાદથી કલમ વધુ મંઝાઈ. હિં દ સ્વરાજ પુસ્તક લખાયું ત્યારે તો ગાંધીજી એક અચ્છા લેખક તરીકે નામના મેળવી ચૂક્યા હતા. ‘ગાંધીજીનાં પ્રારં ભિક લખાણો’ને તટસ્થતાથી મૂલવતાં સંશોધક લખે છે કે, ‘આ લખાણોમાં આપણને શૈલીવૈવિધ્ય દૃષ્ટિએ પડે છે, અને શૈલીની થોડી કચાશ પણ દેખાય છે. પણ એમની શૈલી ઉત્તરોત્તર ઘડાતી ગઈ એ પણ આમાંથી સ્પષ્ટ રીતે માલૂમ પડે છે. ભાષાંતરમાંથી એઓ મૌલિક લખાણો તરફ વળ્યા. એમનાં શરૂઆતનાં લખાણોમાં પણ એમનું વ્યક્તિત્વ સ્પષ્ટતઃ પ્રતિબિંબિત થાય છે. અભિવ્યક્તિની એમને મુશ્કેલી નડતી નથી. શબ્દો આપોઆપ સૂઝે છે.’ લેખનની આ સફરમાં પછીના કાળમાં તો ગાંધીજી મુક્તપણે તમામ વિષયો પર પોતાના આગવા વિચાર રજૂ કરે છે. ‘ગાંધીજીના વિષયો’ પ્રકરણમાં તેમણે ખેડલ ે ા વ્યાપક વિષયોનાં દ્વાર ખૂલે છે, જ ેમાં ગાંધીજી ધાર્મિક, સામાજિક, રાજકીય, આર્થિક, સાહિત્યિક, સાંસ્કૃતિક, આરોગ્યવિષયક અને શૈક્ષણિક સંબંધિત વિષયોમાં કેટલી સરળ અને આગવી રીતે પોતાના વિચાર રજૂ કરતાં, તેવું નોંધાય છે. આ પ્રકરણના સારમાં કહે વાયું છે કે, ‘વિષયોની દૃષ્ટિએ વિચારીએ તો માનવજીવનને સ્પર્શતા બધા જ વિષયોને વિશે એમણે સ્વતંત્ર દૃષ્ટિથી વિચાર્યું છે અને લખ્યું છે. એ લખાણમાં ચિંતન પણ છે, ઉપદેશ છે અને આત્માની અભિવ્યક્તિની આવડત પણ છે.’ ‘ગાંધીજીએ ખેડલ ે ા સાહિત્યપ્રકારો’ પ્રકરણમાં લેખક તરફથી જ ે નિવેદન એક વાક્યમાં આવે છે, તે ‘ગાંધીજીનો વિશેષ ફાળો ચિંતનપ્રધાન નિબંધલેખક તરીકેનો જ હતો, એમ નિઃસંશય કહી શકાય.’ એ જ રીતે ગાંધીજીનું પત્રસાહિત્ય, ગાંધીજીનું પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્ય પર ગાંધીજીની અસર પર પણ સ્વતંત્ર પ્રકરણો ફાળવાયાં છે. બે પરિશિષ્ટો [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


અને બારે ક જ ેટલાં સામયિકોની સંદર્ભસૂચિ તરીકેની યાદી સંશોધકીય દૃષ્ટિએ પણ પુસ્તક કેટલી ઊંચાઈએ હશે, તેનો અંદાજ આપી જાય છે. સં.

પૈકી એક પરિશિષ્ટ ગાંધીજીએ ૧૯૨૨-૨૪ના જ ેલવાસ દરમિયાન જ ેલમાં વાંચેલાં પુસ્તકોની યાદીનું છે. ગુજરાતી-અંગ્રેજી મળીને સોએક જ ેટલાં પુસ્તકો 

ગાંધીજીના શિ�ણવિચારનું ઉત્તમ સંગૃહિત રૂપ : ગાંધીજીનું શિ�ણદર્શન

શિક્ષણનો

ઉદ્દેશ જીવનના સર્વાંગી વિકાસના બદલે માત્ર ડિગ્રી કે નોકરી થઈ જાય, ત્યારે શિક્ષણની સ્થિતિ આજ ે છે તેવી થાય. ખરું શિક્ષણ ક્યારે ય કારકિર્દી ઘડવા કે કોઈ એક પાસા પૂરતું સીમિત ન હોઈ શકે. અને તેને શિક્ષણ કરતાં કેળવણી કહે વું વધુ ઠીક રહે . ‘કેળવણી એટલે બાળક કે મનુષ્યનાં શરીર, મન અને આત્મામાં જ ે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા’ એ છે. ગાંધીજીએ શિક્ષણને આ અર્થ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં જ તેના પ્રયોગો શરૂ કરી દીધા હતા. જ ે ભારત પરત ફર્યા પછી ૧૯૧૮માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના અને ૧૯૩૭માં નઈ તાલીમ વિચારરૂપે આકાર પામ્યા. એ પછી પણ શિક્ષણ વિશેના તેમના વિચારો પ્રગટ થતા રહ્યા. ગાંધીજીના મતના આ શિક્ષણવિચારનું સંશોધનપૂર્ણ પુસ્તક એટલે મગનભાઈ જો. પટેલ સંપાદિત ગાંધીજીનું શિક્ષણદર્શન. ગાંધીજીના શૈક્ષણિક વિચારો ઉપર એક રાષ્ટ્રીય પરિસંવાદ નૅશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે યોજાયો ગાંધીજીનું શિક્ષણદર્શન સં.ૹ મગનભાઈ જો. પટેલ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1999માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું ચોથું પુનર્મુદ્રણ વર્ષ : 2011 પેપરબેક સાઇઝ 5.5" x 8.5" ISBNૹ 81-7229-259-7 પાનાંૹ 16+302 • ૱ 60

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

હતો. ૧૯૯૭માં યોજાયેલા આ પરિસંવાદના પરિપાક રૂપે એન.સી.ટી.ઈ. તરફથી અંગ્રેજી અને હિન્દી આવૃત્તિ તૈયાર થઈ હતી. તેની સમિતિમાં ગૂજરાત વિદ્યાપીઠના ગાંધીદર્શનના અધ્યાપક મ. જો. પટેલ પણ ખરા. તેમણે તેનાથી થોડુ ં જુ દું, દરે ક પ્રકરણમાં પોતાની ટૂ કં ી નોંધ સાથે આ પુસ્તક તૈયાર કર્યું, તે નવજીવને ૧૯૯૯માં પ્રકાશિત કર્યું. ત્યારથી આજ સુધી ગાંધીજીના શિક્ષણવિચારને સમજવામાં તેમનાં ત્રણ પુસ્તકો, ખરી કેળવણી (૧૯૩૮), કેળવણીનો કોયડો (૧૯૩૮) અને પાયાની કેળવણી (૧૯૫૦) ઉપલબ્ધ હોવા છતાં આ પુસ્તક વિદ્યાર્થીઓ-સંશોધકો અને સામાન્ય વાચકો માટે પણ પસંદગીનું પુસ્તક બની રહ્યું છે. દક્ષિણ આફ્રિકા અને ભારતમાં ગાંધીજીના શિક્ષણ પ્રયોગો, શિક્ષણની પૂર્વ પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધીની કક્ષાએ ગાંધીજીના શિક્ષણવિચાર, માતૃભાષા, રાષ્ટ્રભાષા, લિપિ વગેરેને લઈને શિક્ષણનાં વિવિધ પાસાં, શિક્ષણમાં પ્રાર્થના, પાઠ્યપુસ્તકો, છાત્રાલય, સાહિત્ય, સંગીત, કળા વગેરેનું સ્થાન અને પ્રકીર્ણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉદ્દેશીને ગાંધીજીના વિચારો.... જ ેવાં અનેક પાસાં આવરી લઈને ગાંધીશિક્ષણવિચારને સમજવા માટે લગભગ પૂર્ણતાની કક્ષાએ કહી શકાય એવું આ સંપાદન બની રહે છે. પુસ્તકનાં ઓવારણાં લેતાં મનુભાઈ પંચોળી-દર્શકે ‘ગાંધીજીના શિક્ષણવિષયક વિચારોને આદિથી અંત સુધીના’ સંગૃહિત ઉત્તમ કામ તરીકે બિરદાવ્યું છે. સં.

331


ગુજરાતી સાહિત્ય�ેત્રે યુગપ્રવર્તનનો દસ્તાવેજ : ગાંધીજી અને પાંચ સા�રો

પુસ્તકમાં ધીરુભાઈ [ઠાકર] ગુજરાતીના પાંચ એવા સાહિત્યકારોની વાત કરે છે, જ ે પોતાના કાળમાં ભારે પ્રભાવક હતા અને સાથે સાથે એક એવી વ્યક્તિનું ચિત્ર આલેખે છે જ ે યુગપ્રવર્તક હતા. આનંદશંકર [ધ્રુવ], નરસિંહરાવ [દિવેટિયા], બળવંતરાય [ઠાકોર], ન્હાનાલાલ અને [કનૈયાલાલ] મુનશી—એ દરે કનું પોતપોતાનું આગવું વ્યક્તિત્વ હતું. તે સૌ એક યા બીજી રીતે ગાંધીજી સાથે સંપર્કમાં આવે છે. પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોવા છતાં દરે ક પર ગાંધીજીનો કાંઈક ને કાંઈક પ્રભાવ પ્રભાવ પડ્યો છે. ગાંધીજી પણ પ્રત્યેકથી કાંઈક ને કાંઈક પ્રભાવિત થયા છે અને એનાથી સર્જાયો છે ગુજરાતી સાહિત્યના પુનરુત્થાન કાળથી માંડીને ગાંધીયુગ સુધીનો ઇતિહાસ. ધીરુભાઈનો જીવ મૂળે નાટકનો. એટલે તેઓ આ આખી પ્રક્રિયાને લગભગ નાટ્યાત્મક રીતે આલેખે છે અને તેમ કરતાં તેઓ આનંદશકંરનાં મૂળ તપાસતાં, તેમના ‘જ્યેષ્ઠ વિદ્યાબંધુ’ મણિલાલ [નભુભાઈ ત્રિવેદી] ના અને ઉત્તર નર્મદના કાળ સુધી પહોંચી જાય છે. એ જ રીતે બ.ક.ઠા.ની વાત કરતાં તેમના શિષ્યો સુંદરમ્ અને ઉમાશંકર સુધી દૃષ્ટિ પાથરે છે. આને લીધે તેઓ ગુજરાતી સાહિત્યના અર્વાચીન કાળના આરં ભથી માંડીને ગાંધીયુગ સુધી પ્રવર્તેલી સાહિત્યિક, દાર્શનિક અને વૈચારિક ગતિવિધિઓનું તાદૃશ ચિત્ર ખડુ ં કરે છે. પરિણામે ભિન્ન ભિન્ન મૂલ્યોના પરસ્પર સંપર્ક, પ્રભાવને લીધે એક રમણીય ચિત્રપટ આંખ આગળ ઊભું થાય છે. ગાંધીજી અને પાંચ સાક્ષરો લેૹ ધીરુભાઈ ઠાકર પ્રકાશકૹ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ મુખ્ય વિક્રેતાઃ ગૂરર્જ એજન્સીઝ પ્રથમ આવૃત્તિ ૹ 2012 પેપર બેક સાઇઝ 5.5"x8.5" પાનાંૹ 16+104 • ૱ 100

332

આ પાંચેય સાહિત્યકારો વચ્ચે વિચારોનો ભેદ છે, પણ તેથી તેમનો પરસ્પરનો આદર ઓછો થતો જણાતો નથી. મતભેદ છે, મનભેદ એટલો જણાતો નથી. તીવ્ર સ્વભાવભેદ છે, પણ ખાંડાં ખખડતાં નથી. આની પાછળ એ સાહિત્યકારોનાં શીલ તો કારણરૂપ છે જ. પણ તે ઉપરાંત પૃથક્કરણકર્તા લેખકનો સમન્વયાત્મક દૃષ્ટિકોણ તથા તેમની નિરૂપણ શૈલીનો પણ ફાળો છે. લેખક પ્રસંગો પણ એવા પસંદ કરે છે કે જ ેમાં મતવૈવિધ્ય પૂરું તરી આવે પણ કજિયાકંકાસો ઊપસાવી આપતા નથી. નિરૂપણના કાળ દરમિયાન ગુજરાતીમાં સાહિત્યનાં મૂલ્યો અંગે, વિચારો અંગે, શૈલી અંગે, અભિવ્યક્તિ અંગે અનેક પરિવર્તનો આવ્યાં છે. આ જ વસ્તુને કોઈ અન્ય વિવેચક એક સંઘર્ષમય કાળ તરીકે ચીતરી શક્યો હોત; પણ ધીરુભાઈએ આમાં ઉત્ક્રાંતિની સમગ્ર પ્રક્રિયા બતાવી છે. સાક્ષરો અને સાહિત્યકારો વચ્ચે ગાંધીજી આવ્યા છે, કોઈ પણ પ્રકારના સાક્ષર કે સાહિત્યકાર હોવાના દાવો કર્યા વિના. ગાંધીજીએ લખેલું વાડ્મય આ સાહિત્યકારો કરતાં જથ્થામાં કે ગુણવત્તામાં જરાયે ઓછુ ં નથી; પરં તુ ગાંધીજીને સાહિત્ય અંગે મહત્ત્વાકાંક્ષી નથી. તેમને સાહિત્ય પરિષદના પ્રમુખ થવાનું એક વાર સૂચવાય છે અને આ સાહિત્યકારોમાંથી જ એક જણ તેમને એ પદ ન સ્વીકારવાની સલાહ આપે છે, ત્યારે તેઓ તેને સાવ સહજભાવે લખી જણાવે છે કે એ સ્થાન તેઓ સ્વીકારશે નહીં; પરં તુ બારતેર વર્ષ પછી તેઓ પ્રમુખપદ સ્વીકારે છે તો તેય જ ે સાહિત્યકારો પાસેથી તેઓ મોટાં કામો લેવાની આશા સેવે છે, તેઓ સૌ સાથે મળીને પ્રમુખપણાનો ભાર ગાંધીજીના માથે મૂકવા માગતા હોય તો તે ઉઠાવી શકે એવા વિચારે . ધીરુભાઈ ગુજરાતી સાહિત્યના જ ે પાંચ મહારથીઓની વાત આ પુસ્તકમાં કરે છે તેમાંથી એકેય ગાંધીના અનુયાયી નથી. અમુક અંશે તો તેઓ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


જીવનનાં ધર્મ, અર્થ, રાજકારણ, શિક્ષણ, સંસ્કૃતિ વગેરે ઘણાં ક્ષેત્રોને સ્પર્શે છે. આ પુસ્તકમાં આપણે ગુજરાતી સાહિત્યક્ષેત્રે આવું યુગપ્રવર્તન થતું જોવા પામીએ છીએ અને તેમ કરતાં આપણને એ સર્વક્ષેત્રીય યુગપ્રવર્તનનો પણ કાંઈક આભાસ થાય છે, જ ે કરવા ગાંધી આપણી વચ્ચે જીવી ગયા.

સૌ ગાંધીજી જોડે મતભેદ ધરાવે છે અને કોઈ કોઈ વાર પોતપોતાની પ્રકૃ તિ મુજબ ગાંધીજીની સૌમ્ય કે તીવ્ર ટીકા પણ કરે છે; પરં તુ તે સૌને એ બાબતની ખાતરી છે કે ગાંધી એક નવા યુગની આગાહી કરે છે. ગાંધીનું સર્વાશ્લેષી વ્યક્તિત્વ અને તેમની સત્યાગ્રહી શૈલી તથા સાહિત્યકારોની મૌલિક પ્રતિભા, ઉદારતા તથા નમ્રતા એવાં છે કે કાળક્રમે સૌ ગાંધી મારફત નવા યુગનો આવિષ્કાર જુ એ. અહિં સાસંસ્કૃતિનો એ યુગ માત્ર સાહિત્ય જ નહીં, પણ

નારાયણ દેસાઈ [પુસ્તકના ‘પુરોવચન’માંથી સંપાદિત] 

જ ે સાક્ષરો માટે અશક્ય હતું તે ગાંધીજી માટે સહજ હતું બીજ ે દિવસે સાંજ ે સાત વાગ્યે પરિષદને ઉપક્રમે લાલ દરવાજાના મેદાનમાં નરસિંહરાવ ભોળાનાથના પ્રમુખપણા નીચે કવિવર ટાગોરે અંગ્રેજીમાં પ્રવચન કર્યું. તેનો યથાર્થ ગુજરાતી અનુવાદ વિશાળ જનમેદનીના લાભાર્થે કરવાનો હતો. ત્યાં ઉપસ્થિત વિદ્વાનોને કવિની વાણીને ગુજરાતીમાં ઉતારી આપવા પૂછ્યું તો જાતજાતના જવાબો મળ્યા. કોઈ કહે ૹ ‘ગુજરાતમાં એવો કોઈ નથી જ ે કવિની વાણીનું ભાષાંતર કરી શકે.’ વળી કોઈ કહે ૹ ‘જ ેને અંગ્રેજી ન આવડતું હોય તે પરિષદમાં ન આવે. એવા માણસો ગુરુદેવના ભાષણનો રસાસ્વાદ મેળવવાના અધિકારી નથી.’ એમ જુ દી જુ દી દલીલો આગળ થઈ, પણ સાક્ષરોમાંથી કોઈ અનુવાદ કરવા આગળ ન આવ્યું. છેવટે નક્કી થયું કે બાબુ ક્ષિતિમોહન સેન ગુરુદેવના ભાષણનો હિં દીમાં અનુવાદ કરે , જ ેથી બધા થોડુઘં ણું પણ સમજી શકે.  ગુરુદેવનું વ્યાખ્યાન પૂરું થયા બાદ ક્ષિતિબાબુ હિં દીમાં અનુવાદ કરવા ઊભા થયા. બરાબર એ જ વખતે ગાંધીજી મંડપમાં પ્રવેશ્યા. તેમને આગલી વાતની કશી ખબર ન હતી. તેઓ આવ્યા કે તરત ક્ષિતિબાબુએ ગુરુદેવના વ્યાખ્યાનની નકલ ગાંધીજીના હાથમાં મૂકી દીધી, અને કહ્યુંૹ ‘તમે આનો અનુવાદ કરો અને પ્રેક્ષકોને સંભળાવો.’  ગાંધીજીને ગમ ન પડી. ક્ષિતિબાબુએ તેમને પરિસ્થિતિ સમજાવી. એટલે તેમણે તો તદ્દન સ્વાભાવિક રીતે સરળ અને વિશદ ભાષામાં ગુરુદેવના આખા ભાષણનો મૌખિક અનુવાદ કરતા જઈને ગુરુદેવની રોચક અને શ્રૂતિમનોહર વાણીનો જનમેદનીને ઉત્તમ પરિચય કરાવ્યો. મંચ પર બેઠલ ે ા સાહિત્યસ્વામીઓ મોંમાં આંગળાં નાખી ગયા.  જ ે સાક્ષરો માટે અશક્ય હતું તે ગાંધીજી માટે સહજ હતું. ધીરુભાઈ ઠાકર [પુસ્તકમાંથી, પ્રકરણૹ ગાંધીજી અને નરસિંહરાવ]

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

333


માતૃહૃદયના રાષ્ટ્રપિતાનો વિશ્વભરની સ્ત્રીઓ સાથેનો સંવાદ: Gandhi On Women

નવજીવન

ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમ ૧૯૮૮માં પ્રકાશિત અને ૨૦૧૧માં પુનર્મુદ્રિત Gandhi On Women ગાંધીજીનાં મહિલા સંબંધિત વિચારોનો સંચય છે. સેન્ટર ફોર વુમન્સ ડેવલપમેન્ટ સ્ટડિઝ, દિલ્હીએ ગાંધીનાં તમામ લખાણોમાંથી તેમનાં સ્ત્રીઓ અંગેના વિચારોને સંકલિત કરવાનો પ્રકલ્પ હાથ ધર્યો. તે પૂર્ણ થતાં તેનાં સંયોજક વીના મજુ મદાર પ્રસ્તાવનામાં લખે છે કેૹ ‘અગાઉ થયેલા ગાંધી અને સ્ત્રીઓ અંગેનાં પુસ્તકોમાં તાર્કિકતાનો અભાવ અને ભાવુકતા જણાય છે. આ પુસ્તક એ જગ્યા ભરવાનો પ્રયાસ છે જ ેમાં સંશોધકોને જ ે માહિતી જ ેવી છે તેવી યથાવત્ મળી રહે . …ગાંધીનું અહિં સા અંગેનું દર્શન દુનિયાના અનેક દેશોમાં (ભારત બહાર) ખ્યાત છે પણ ગાંધીના સ્ત્રીઓના અધિકાર અંગે અને સામાજિક પરિવર્તનમાં સ્ત્રીઓની ભૂમિકા અંગેના વિચારોને દેશ અને દુનિયામાં સંશોધકો જાણતા નથી.’ આ સુઘડ સંકલનની મહત્ત્વની કામગીરી સુશ્રી પુષ્પા જોશીએ નિભાવી છે. The Collected Works of Mahatma Gandhi ના વિવિધ ગ્રંથોને સંદર્ભ તરીકે લઈ ૩૮૦ ઉપરાંત પાનાંના આ સંકલિત પુસ્તકમાં ગાંધીજીએ લખેલાં મહિલાઓ અંગેનાં લખાણો, તેમને લખેલા પત્રો, મહિલા સંસ્થાઓની બેઠકમાં આપેલાં વ્યાખ્યાનો, મહિલા સંસ્થાના ઉદ્ઘાટન વખતે આપેલાં ભાષણો, તેમની રે લીને કરે લાં સંબોધનો, અલગ અલગ દેશની Gandhi on Women Edited byૹ Pushpa Joshi Publisherૹ NavaJivan Publishing House Second Reprint ૹ 2011 Hard Bound Sizeૹ 6.75"x 9.5" ISBNૹ 81-7229-314-3 Pgsૹ 22+386 • ૱ 200

334

મહિલાઓના રાજકીય અને સામાજિક સંઘર્ષની કથા, કોઈ બહે નની વીરતા-શક્તિને બિરદાવતા પત્રો તો વળી મહિલા સંબંધિત કોઈ ઘટના-દુર્ઘટના સંદર્ભે પણ વ્યક્ત થયેલા તેમના વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક વિશેષ વાર્તાલાપ અને પત્રકારોને આપેલી મુલાકાતો પણ અહીં સમાવવામાં આવી છે આમ, કુ લ મળી ૪૧૬ લેખો-પત્રો, વ્યાખ્યાનો, મુલાકાતો, ભાષણો અને અન્ય વિગતો સમાવવામાં આવી છે. પાંચ પરિશિષ્ટ અને એક વિષયાનુસારસૂચિ પુસ્તકને અંતે અપાયેલી છે. CWMG માંથી શક્ય તમામ વિગતોને સંકલિત કરી, તેને સારણીક્રમ મુજબ એ રીતે ગોઠવવામાં આવી છે કે ‘જ ેથી ગાંધીના વિચારોમાં સમયાંતરે કેવું અને કેટલું પરિવર્તન આવ્યું તે [પણ] નોંધી શકાય.’ આ તમામ પત્રોની સામગ્રી સંશોધનનો એક આગવો વિષય બની રહે છે. તત્કાલીન સમય, સંજોગો, સામાજિક, આર્થિક, માનસિક, ધાર્મિક, પરિવેશમાં ઊછરતી, જીવતી, આગળ આવતી કે પાછળ રહે લી કે પછી પતિ સાથે પરાણે ઢસડાતી અનેક મહિલાઓએ ગાંધીમાં પોતાની ‘સખી’ ‘સખા’ જોયો હશે ને એટલે જ ગાંધીને અંગત પ્રશ્નો પણ પૂછ્યા છે. ગાંધીએ તેમને યોગ્ય દિશાસૂચન પણ કર્યું છે. આવા અનેક પત્રોનો સમાવેશ આ પુસ્તકમાં છે. ‘મહાત્મા ગાંધી—જ્યાં હોય ત્યાં’ એવા સરનામે પણ ગાંધીજીને પત્રો મળતા. તેના જવાબ પણ ગાંધીજીએ ખસૂસ આપ્યા છે. બહુ જ સાહજિક રીતે મહિલાઓને આઝાદી આંદોલનમાં પુરુષોની લગોલગ સામેલ કરવાની ગાંધીની રીત આગવી અને અનોખી હતી. કદાચ તેમના સમકાલીન નેતાઓમાં અલગ તરી આવે તેવી. સ્ત્રીઓ પણ ‘ગાંધીનાં વેણ’ માથે ચડાવીને કોઈ પણ લડતમાં ઝંપલાવી દે છે એ પછી દક્ષિણ આફ્રિકાની વાત હોય કે ભારતની. [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


બાંધવોની તકલીફો ઇચ્છાઓ સમજવાની જ ે આગવી સૂઝ હતી તેવી બીજા કોઈ ભારતીય નેતામાં જોવા મળતી નથી. લોકોને સમજવાની તેમની આ વિલક્ષણતાનો સ્ત્રોત તેમને પોતાના લોકો માટે જ ે આદર હતો તેમાં છે.’

પુસ્તકનો આવકાર ‘સેવા’ના સંસ્થાપક સુશ્રી ઇલા ભટ્ટે લખ્યો છે. તેઓ આવકારમાં લખે છે કેૹ ‘ગાંધી જ ે કાંઈ બોલ્યા છે તેમાં એક આગવી ભારતીય છાંટ છે. તેઓ કહે તા ‘મારા વિચારો મારા નથી એ તો પર્વતો જ ેટલા જૂ ના છે.’ પણ તેમની દુનિયામાં જ ે શ્રેષ્ઠ છે તે તમામ ગ્રહણ કરવાની અને પોતાની ભારતીય બાંધવો સુધી પહોંચાડવાની નેમ, ભારતીય

પુનિતા હર્ણે Emailૹ punitaharne@yahoo.co.uk 

વિદ્યાર્થીઓના શિ�ણ સાથે લોકશિ�ણ કરતું પુસ્તક: To Students

To

STUDENTS એ વર્ષ ૧૯૪૯માં નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ To The Students નામક ગ્રંથની સંક્ષિપ્ત આવૃત્તિ છે. આ પુસ્તકની સૌપ્રથમ આવૃત્તિ વર્ષ ૧૯૫૩માં નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. આ પુસ્તકમાં વિદ્યાર્થીઓને સંલગ્ન વિવિધ વિષયોને તેની આવશ્યકતા પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે તેમ જ દરે ક અવતરણ હે ઠળ તેની જ ે-તે તારીખ નોંધવામાં આવી છે કે જ ેથી એ વાતનો ખ્યાલ આવી શકે કે તે વિષય/મુદ્દાની ચર્ચા કયા સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી. પુસ્તકના સંપાદક ભારતન કુ મારપ્પા દ્વારા આ પુસ્તકને કુ લ દસ અલગ-અલગ વિભાગમાં વહેં ચવામાં આવ્યું છે. જ ેમાં પ્રાસ્તાવિક, ધર્મ, ચરિત્ર, હિં સા અને અરાજકતા, રાજકારણ, શિક્ષણ, રચનાત્મક કાર્ય, વિદ્યાર્થિનીઓ માટેનું શિક્ષણ, જન્મ અને વસ્તી નિયંત્રણ તેમ જ અન્ય ચર્ચાઓનો To Students Byૹ M. K. Gandhi Editedૹ Bharatan Kumarappa Publisherૹ NavaJivan Publishing House Twelth Reprintૹ 2017 Paper Back Size : 4.75"X7" ISBNૹ 978-81-7229-210-2 Pgsૹ 8+232 • ૱ 50

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકના પ્રથમ વિભાગ ‘પ્રાસ્તાવિક’માં ‘મારું ઓળખપત્ર’ નામક શીર્ષક હે ઠળ સંપાદકે મહાત્મા ગાંધીની એ વાત નોંધી છે કે જ ેમાં મહાત્મા ગાંધી જણાવે છે કે, ‘મેં હં મેશાં વિદ્યાર્થીઓની સાથે ખૂબ જ નજીકની શિષ્ટતા જાળવી છે. હં ુ મારા વિદ્યાર્થીઓને ઓળખું છે અને વિદ્યાર્થીઓ પણ મને ઓળખે છે. વિદ્યાર્થીઓએ મને સેવા પૂરી પાડી છે. મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયેલાં ઘણાં એવા વિદ્યાર્થીઓ હાલ મારા નામાંકિત સહ-કાર્યકર્તા છે. મને એ વાતનો ખ્યાલ છે કે આ વિદ્યાર્થીઓ ભવિષ્યની આશા છે… તે વિદ્યાર્થીઓએ વિશ્વાસ સાથે તેમની કેટલીક આંતરિક વાતો મને જણાવી છે અને તેમના હૃદયને સ્પર્શ કરવાની મને તક આપી છે… હં ુ એ વાત નથી જાણતો કે આના બદલામાં હં ુ વિદ્યાર્થીઓની શું મદદ કરી શકીશ, પરં તુ હં ુ તેમનો મિત્ર અને માર્ગદર્શક બનીશ અને એવો પ્રયત્ન કરીશ કે તેમના દુઃખ વહેં ચી શકું અને મારા અનુભવો થકી વિદ્યાર્થીઓને શક્ય એટલો લાભ પહોંચાડી શકું.’ આ રીતે પુસ્તક, પહે લાં પ્રકરણથી જ ગાંધીજી અને વિદ્યાર્થીઓનો સંબંધ સ્થાપિત કરી આપે છે જ ેના આધાર પર અન્ય વિષયોનાં એક પછી એક લખાણોમાં સરળતાથી પ્રવેશી શકાય. 335


રાજકારણમાં ભાગ લેવો જોઈએ? એ પ્રશ્નના ઉત્તરમાં ગાંધીજી નોંધે છે કે વિદ્યાર્થીઓ આધુનિક રાજકારણ શીખે તેનો હં ુ વિરોધ કરતો નથી. આ સાથે જો શિક્ષકો પણ આ મુદ્દે વિદ્યાર્થીઓને સહકાર આપશે તો મને ગમશે. વિદ્યાર્થીઓ કોઈ પણ વિષય શીખી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. પણ, મને એ વાતનો વિરોધ છે કે રાજકારણમાં વિદ્યાર્થીઓનો કોઈ સાધન તરીકે ઉપયોગ થવો જોઈએ નહીં કારણ કે વિદ્યાર્થીઓ તેવો કોઈ હે તુ પૂરો પાડતા જ નથી. આ ઉપરાંત, ઉચ્ચ શિક્ષણ. વિજ્ઞાન, અંગ્રેજી ભાષાનું સ્થાન, રચનાત્મક કાર્યક્રમો, હિં દુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતાનિવારણ, સામાજિક સુધારા, ખાદી, યંત્રની મર્યાદા, સ્વચ્છતા, ગરીબી, લગ્ન અને વસતીનિયંત્રણ, વિધવાવિવાહ અને પુનર્લગ્ન, બાળલગ્ન, દહે જપ્રથા, દારૂબંધી, વ્યસન વગેરે અનેક મુદ્દે વિદ્યાર્થીઓના પત્રોના જવાબો આપ્યા છે. આમ, આ સમગ્ર પુસ્તકમાં મહાત્મા ગાંધીના વિદ્યાર્થીઓ માટેના વિચારો અત્યંત માવજતપૂર્વક મૂકાયા છે. કેટલીક જગ્યાઓએ ગાંધીજીના પોતાના અનુભવોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ભલે વિદ્યાર્થીઓને ઉદ્દેશીને આ લખાણો લખાયાં પરં તુ ખરા અર્થમાં આ લખાણો લોકશિક્ષણની ગરજ સારે છે.

દ્વિતીય વિભાગમાં ધર્મ શીર્ષક હે ઠળ સંપાદકે મહાત્મા ગાંધીના વિચારોને લઈને કુ લ પાંચ અલગઅલગ મુદ્દાઓમાં ચર્ચા કરી છે. જ ેમાં ધર્મની જરૂરિયાત, વિદ્યાર્થીઓ અને ગીતા, ધાર્મિક સૂચના, અન્ય ધર્મ અને પ્રાર્થના જ ેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજા વિભાગમાં વિદ્યાર્થીઓના જીવનમાં ચારિત્ર્યઘડતરની ભૂમિકા.... એમ એક પછી એક મુદ્દે આગળ વધતાં હિં સા અને અરાજકતા, આતંકવાદ, ગુંડાગીરી, હડતાળ અને અહિં સા અંગે વિચારો રજૂ કરાયા છે. આતંકવાદના મુદ્દાને લઈને મહાત્મા ગાંધીએ નોંધ્યું છે કે આ એ વાત નથી કે જ ે આપણને ધર્મમાં શીખવવામાં આવી છે. આપણો ધર્મ અહિં સા ઉપર રચાયેલો છે, જ ેનું સક્રિય સ્વરૂપ એ છે કે પ્રેમ કરવો, તમે તમારા પાડોશીઓ અને મિત્રોને પ્રેમ કરો અને તે સિવાય જો કોઈ તમારા શત્રુ હોય તો તેને પણ પ્રેમ કરો. એક પત્રના જવાબમાં ગાંધીજી જણાવે છે કે વિદ્યાર્થીઓને પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોય છે અને તેઓ કોઈ પણ રાજકીય પક્ષ સાથે પોતાની સહમતિ દર્શાવી શકે છે, પરં તુ વિદ્યાર્થી અભ્યાસકાળ દરમિયાન સક્રિય રાજનીતિ કરી શકે નહીં કારણ કે એક જ સમયે અભ્યાસ કરવો અને સાથે સક્રિય રાજનીતિ કરવી શક્ય નથી. આ પુસ્તકનું પાંચમું પ્રકરણમું રાજકારણ અંગે છે, શું વિદ્યાર્થીઓએ

નિલય ભાવસાર Email : nbhavsarsafri@gmail.com 

શિ�ણ કે ળવણી વિષયક અન્ય પુસ્તકો કેળવણીનો કોયડો ગાંધીજી

ખરી કેળવણી ગાંધીજી

પાયાની કેળવણી ગાંધીજી આત્મરચના અથવા આશ્રમી કેળવણી  જુ ગતરામ દવે

336

80 80 80

125

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કહે વતોનું પૃથક્કરણ ડૉ. શશીકલા ત્રિવેદી બુનિયાદી શિક્ષણની ઐતિહાસિક અને વૈચારિક વિકાસયાત્રા ચંદ્રકાન્ત ઉપાધ્યાય મહાત્મા ગાંધીની કેળવણીની ફિલસૂફી ડૉ. મણીભાઈ પટેલ

70

35

60

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


નમક સત્યાગ્રહ અંગે થોડામાં ઘણું કહે તું પુસ્તક: દાંડીકૂ ચ

આપણા દેશમાં પદયાત્રાની નવાઈ નથી. પરં તુ વિવિધ

ધર્મ-જાતિ, પ્રાંત-પંથ, બોલી-ભાષા, અમીર-ગરીબ એવા વિવિધ વર્ગો-ટુકડાઓમાં વિભાજિત લોકોને પદયાત્રા થકી કોઈ મહાન ઉદ્દેશ માટે એકત્ર કરવાનું ભાગ્યે જ બને છે. એ ઘટના કદાચ પહે લવહે લી બની ગઈ સદીમાં, ૧૯૩૦માં. એ દાંડીકૂ ચ—જોકે એ નામે તો પછી ઓળખાઈ, પહે લાં તો એ ‘નમક સત્યાગ્રહ.’ બ્રિટિશ સલ્તનતે મીઠા ઉપર લાદેલાં અન્યાયી કરના કાયદાનો સવિનયભંગ કરવા સારુ ગાંધીજી અને તેમના ૭૭ સત્યાગ્રહી સૈનિકોએ ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમથી યાત્રાનો આરં ભ કર્યો અને ૬ એપ્રિલના રોજ દાંડી મુકામે ચપટી મીઠુ ં ઉપાડીને યાત્રાની પૂર્ણાહુતિ કરી. ૨૪ દિવસની આ યાત્રા માત્ર ભારતની સ્વાતંત્ર્ય ચળવળની દૃષ્ટિએ જ નહીં, વિશ્વ આખામાં ગાંધીજીની ઓળખ અને એ માર્ગે વિશ્વના અન્ય દેશોમાં લડતની એક આગવી પદ્ધતિની રીતે પણ મહત્ત્વની છે. આ ઐતિહાસિક દાંડીયાત્રા વિશે અનેક અભ્યાસુ, સંશોધકોએ ઘણું વિગતે લખ્યું છે, યાત્રાનાં અનેકવિધ પાસાંની દસ્તાવેજો આધારિત છણાવટ પણ કરી છે. પણ એ એટલું વ્યાપક અને વિસ્તૃત છે કે એક સામાન્ય ગુજરાતી વાચક તેમાં ઝટ પ્રવેશી શકતો નથી. ત્યારે મૂળે જ દાંડીના વતની અને ગાંધીવિચારના ભાવક એવા ધીરુભાઈ હ. પટેલે પુસ્તક દાંડીકૂ ચ દ્વારા તેને સૌ માટે સુલભ કરી આપ્યું છે. ટૂ કં ુ અને દાંડીકૂ ચ લેૹ ધીરુભાઈ હી. પટેલ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 2004માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું ત્રીજુ ં પુનર્મુદ્રણ વર્ષ ઃ 2012 પેપર બેક સાઇઝ 4.75"x7" ISBNૹ 81-7229-335-6 પાનાંૹ 8+126 • ૱ 35

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

સરળ વાંચવા ટેવાયેલા નવા વાચકને પચે અને રૂચે તેવી શૈલીમાં આ પુસ્તક લખાયું છે. ૧૨૬ પાનાંના પુસ્તકમાં પરિશિષ્ટ સહિત કુ લ ઓગણીસ નાનાં-નાનાં પ્રકરણો છે. ‘ધર્મયાત્રાનું એલાન’ એવા શીર્ષક સાથે પુસ્તકનું પ્રથમ પ્રકરણ ખૂલે છે; આશ્રમની પ્રાર્થનાસભામાં યાત્રાના આગલા દિવસે ગાંધીજીએ આપેલાં ભાષણના અંશથી. સ્વરાજ માટે છેવટ સુધી લડી લેવાનો સંકલ્પ ગાંધીજીના આ ભાષણમાં છલકે છે અને એટલે જ કદાચ લેખકે આ સંકલ્પને ‘ભીષ્મ સંકલ્પ’ તરીકે ઓળખાવ્યો છે. એ પછીનાં સળંગ સાત પ્રકરણો (૨થી ૮) યાત્રાની પૂર્વભૂમિકા, સત્યાગ્રહ માટેના સ્થળ પસંદગી, સત્યાગ્રહીઓની પસંદગી, યાત્રાની તૈયારી અને યાત્રાની આચારસંહિતા વગેરે અંગેનાં છે. તેમાં પ્રકરણ-‘દાંડીકૂ ચની પૂર્વભૂમિકા’નું આખી કૂ ચમાં વિશેષ મહત્ત્વ બની રહે છે. પ્રકરણમાં કૂ ચ પૂર્વેનું મનોમંથન, કૂ ચ ન આરં ભવી પડે તે હે તુથી વાઇસરૉયને લખેલો જવાબ, એ જવાબનો વાઇસરૉયના મંત્રીએ આપેલો વળતો જવાબ, અને તે સંદર્ભે ગાંધીજીએ આપેલી પ્રતિક્રિયા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રસ્તુત પ્રકરણોમાંથી વાચકને યાત્રાની તૈયારીના તબક્કા, સ્વરાજ માટે બહે નોને આગળ રહે વાનું કહે તા ગાંધીજીએ શા માટે બહે નોને કૂ ચથી અળગી રાખી તેનાં કારણો, સ્થળ પસંદગી અંગેની ચર્ચાઓ, અરુણ ટુકડી અને તેનાં કાર્યો વગેરે અંગે વિગતે માહિતી મળી રહે છે. ગાંધીજી કૂ ચમાં જોડાનારા સત્યાગ્રહીઓનો જુ સ્સો વધારવાની સાથે સાથે લડતની ગંભીરતાની, તેના શુદ્ધ હે તુની, વિવિધ આચારસંહિતાના પાલન બાબતની ચેતવણી પણ સતત આપતાં જણાય છે. સત્યાગ્રહીઓની પસંદગી બાબતે ગાંધીજીની સૂઝ અંગે લેખક નોંધે છે કેૹ ‘અહીં મારવા કરતાં જાતે મરનાર યોદ્ધાની જરૂર હતી. શસ્ત્રબળ કરતાં આત્મબળ જરૂરી હતું. ખડતલ 337


ધરપકડ, ધરાસણાનો સત્યાગ્રહ, દાંડીકૂ ચની અસર, અને નારાયણ દેસાઈએ તેમના મારું જીવન એ જ મારી વાણી (દ્વિતીય ભાગ) ગ્રંથમાં આલેખેલી સત્યાગ્રહની સોળ કળા વગેરે વિગતો-પણ સમાવવામાં આવી છે. આ ઉપરાંત દાંડી ગામ, સત્યાગ્રહીઓનો અતિસંક્ષેપ પરિચય પણ પરિશિષ્ટ રૂપે સમાવાયો છે. આટલી સંક્ષેપમાં દાંડીકૂ ચની વિગતો છતાં તેના વિશ્વવ્યાપકપણાંને લેખકે ક્યાંય અસર નથી વર્તાવા દીધી. જ ે ખરા અર્થમાં આજના વાચકમાં દાંડીકૂ ચ વિશેની સમજ કેળવવા ઉપયોગી નીવડી શકે છે.

શરીર, મજબૂત મન અને સમર્પણભાવ ધરાવતાં સૈનિકોની જરૂર હતી. એટલે ગાંધીજીએ બીજ ે નજર ન દોડાવતાં આશ્રમના વ્રત-નિયમોથી ઘડાયેલા એવા ૭૯ આશ્રમવાસીઓને જ પસંદ કર્યાં.’ પુસ્તકમાં યાત્રાનો પડાવ, રાત્રિ મુકામ, જ ે-તે ગામની સ્થિતિ, ત્યાં યાત્રાનું થતું સ્વાગત અને ગામની મુખ્ય સમસ્યાઓની સાથે-સાથે જનજાગૃતિ અંગે ગાંધીજીએ આપેલાં વિવિધ ભાષણોના અંશ, વગેરે પણ આપણને વાંચવા મળે છે. દાંડી પહોંચ્યા બાદનો માહોલ, લોકજાગૃતિ અને ગાંધીનો સત્યાગ્રહ, સરકારની કશ્મકશ, ગાંધીજીની

સં. 

…તે પ્રજાસત્તાક રાજ્ય કહે વાય જ ે કર દેવા લાયક નથી તે કર કાઢી નાખવાની સત્તા જ્યાં હોય તે પ્રજાસત્તાક રાજ્ય કહે વાય. કઈ વસ્તુ કયે વખતે દેવાય અને ન દેવાય તેને પ્રજા નક્કી કરી શકે તે પ્રજાકીય રાજ્ય કહી શકાય. …  પ્રજાની વિરુદ્ધ એક માણસને પણ સરકાર ન પકડી શકે, પાવળું ઘી ન લઈ શકે, ગાડુ ં ન લઈ શકે, પૈસા ન લઈ શકે, એવી સરકાર આપણે સ્થાપવી છે. એવું રાજ્ય સ્થાપવાના બે રસ્તા છે. ડાંગ મારવાનો— હિં સાનો, અને અહિં સાનો—સવિનયભંગનો. આપણે બીજો રસ્તો ધર્મ સમજી પસંદ કર્યો છે. અને તેથી જ સરકારને નોટિસ આપીને અમે મીઠુ ં બનાવવા ઊપડ્યા છીએ.  હોકા, બીડી, દારૂ ઉપર વેરો હોય એ સમજી શકું છુ .ં અને જો હં ુ બાદશાહ હાય તો બીડી દીઠ ૧ પાઈ તમારી રજા લઈને કર નાખું. અને જો બીડી મોંઘી લાગે તો વ્યસની છોડી શકે. પણ મીઠા પર કર નખાય? ગાંધીજી [દાંડીકૂ ચ વખતે અસલાલીના ભાષણનો અંશ, ગાંધીજીનો અક્ષરદેહ:૪૩]

338

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીના સપનાના સ્વરાજ તરફનું એક કદમ : દારૂબંધી કોઈ પણ ભોગે

“હિં દુસ્તાન આખું નિર્ધન થઈ જાય તે હંુ સાંખી શકું,

પણ હજારો દારૂડિયા અહીં હોય તે મારાથી જોયું જાય તેમ નથી. દારૂમાંથી મળતાં મહે સૂલ ઉપર ભલે પૂળો મુકાય અને આપણાં બાળકો ભલે નિરક્ષર રહે , પણ મારે દારૂનાં પીઠાં રાખીને બાળકોને ભણાવવાં નથી!” સ્વરાજ માટે ચીલાચાલુ ઢબના શિક્ષણને બદલે વિશેષ કેળવણીની જરૂરિયાત જોનાર ગાંધીજી માટે જો કેળવણી અને દારૂબંધીમાંથી કોઈ એકની પસંદગી કરવાની થાય તો ચોક્કસપણે દારૂબંધી જ પસંદ કરે તેની પ્રતીતિ કરાવતું તેમનું આ અવતરણ છે. ગાંધીજીએ દારૂબંધીને પણ એક પ્રકારની કેળવણી જ કહી છેૹ ‘આમ દારૂબંધીનો અર્થ કેવળ દારૂની દુકાનો બંધ કરવી એટલો જ નહીં પણ રાષ્ટ્રના પુખ્ત વયના માણસોની એક પ્રકારની કેળવણી એવો થાય છે.’ દારૂબંધી અંગે ગાંધીજીના વિચારોને આર.કે.પ્રભુ એ સુંદર રીતે સંકલિત કર્યા તેની ગુજરાતી આવૃત્તિ એ દારૂબંધી કોઈ પણ ભોગે. પ્રભુએ ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’, ‘હરિજન’, Key to health (આરોગ્યની ચાવી), Constructive Proggrames (રચનાત્મક કાર્યક્રમો) જ ેવાં ગાંધીજીનાં અનેક મૂળભૂત લખાણોમાંથી પસાર થઈને આ પુસ્તિકા તૈયાર કરી છે. દારૂની બદીથી થતી શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક કે એવી અન્ય નકારાત્મક અસરોથી ગાંધીજી એટલી હદે વાકેફ હતા કે દેશમાં ક્યાંય પણ રાજકીય ઇચ્છાશક્તિના અભાવ સામે ગાંધીજીએ નારાજગી વ્યક્ત કરી છે. સરકારને લોકોના માનસિક, દારૂબંધી કોઈપણ ભોગે સં.ઃ આર. કે. પ્રભુ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1961માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું સાતમું પુનર્મુદ્રણ વર્ષ ૹ 2016 પેપર બેક સાઇઝ ઃ 4.75"X7" ISBNૹ 978-81-7229-207-2 પાનાંૹ 24 • ૱ 10

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

શારીરિક અને ચારિત્ર્યના નુકસાન કરતાં આવકનો ખાડો વધુ મોટો દેખાતો હોવાનું ગાંધીજીને દુઃખ છે. તેઓ કહે છેૹ ‘દારૂબંધીનો અમલ કરવો જ ેટલો સહે લો હિં દુસ્તાનમાં છે તેટલો સહે લો જગતના બીજા કોઈ ભાગમાં નથી, કેમ કે આપણે ત્યાં દારૂ પીનારો વર્ગ બહુ નાનો છે. આપણા દેશમાં દારૂ પીવો એ સામાન્ય રીતે અપ્રતિષ્ઠિત ગણાય છે. અને હં ુ માનું છુ ં કે આપણા દેશમાં એવાં કરોડો માણસો હશે જ ેમને દારૂ કેવી ચીજ છે તેની કદી ખબર સરખી ન હોય.’ જો ભારતમાં દારૂબંધીનો કડક અમલ થાય તો અમેરિકા જ ેવો દેશ પણ આ અંગે ગંભીરતાથી વિચારે એવી શક્યતા પણ ગાંધીજીએ વ્યક્ત કરી છે. તાડી અને નીરો જ ેવાં પીણાં પણ ક્યારે માદક બને છે અને ક્યારે દવાની ગરજ સારે છે એની પણ વાત કરી છે. વર્તમાન સમયમાં વિવિધ રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકાર દારૂબંધી અંગે કડક કાયદા ઘડી રહી છે પણ સમસ્યા એના યોગ્ય અમલીકરણની છે. ગુજરાત જ ેવા રાજ્યમાં દારૂબંધી અંગેના કડક કાયદા છે પણ આ જ કાયદાઓ કેટલાય સરકારી વિભાગો માટે આવકનું સાધન બની ગયા છે. સરકારને દારૂની મહે સૂલી આવક મળે એના કરતાંય વધુ આવક તો સરકારી વિભાગના બાબુઓને દારૂબંધીનો કાયદો તોડનાર લોકો સાથે તોડ કરવામાંથી મળી રહી છે. દારૂબંધી કોઈ પણ ભોગે કરવી હોય તો યોગ્ય ઇચ્છા શક્તિની જરૂર છે. એ ઇચ્છા શક્તિ વ્યક્તિગત, સામાજિક, કાયદાકીય, રાજકીય બધાં સ્તરે હોવી જરૂરી છે. આ નાનકડી પુસ્તિકા દારૂબંધીના કડક અને કોઈ પણ ભોગે અમલીકરણ માટે જાણે કે સર્વકાલીન માર્ગદર્શિકા બની રહે એમ છે. દારૂબંધીના કડક અમલીકરણની જ ેમના પર જવાબદારી છે એમણે તો આ પુસ્તિકા ચોક્કસ વાંચવી રહી. પરે શ પરમાર

Emailૹ pareshparmar79@gmail.com

339


વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પ્રાચીન પદ્ધતિઓ યાદ કરાવતું પુસ્તક :

आज भी खरे है तालाब

આજ ે કોઈ પ્રાંતીય ભાષાની નવલકથાની પણ એકાદ

લાખ નકલો નથી છપાતી એ સમયમાં કોઈ પુસ્તકનો ૧૯ ભાષામાં અનુવાદ થાય એ તો બહુ દૂરની વાત છે. आज भी खरे है तालाब નામનું પુસ્તક ‘લોકનજરે ’ તળાવો જ ેવા ‘બોરિં ગ’ વિષય પર લખાયેલું હોવા છતાં આ સિદ્ધિ મેળવી શક્યું છે. વર્ષ ૧૯૯૩માં પહે લી વાર હિં દીમાં પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધી એક લાખથી પણ વધુ નકલો ે રીમાં ખપી ગઈ છે. ઍન્વાયર્નમેન્ટ નોન ફિક્શન કૅ ટગ તો આ બહુ મોટી સિદ્ધિ છે. પાણીના મુદ્દે કામ કરતી દેશભરની સ્વૈચ્છિક સંસ્થાઓ માટે आज भी खरे है तालाब હે ન્ડબુક સમાન છે. આ પુસ્તકનું મહત્ત્વ સમજીને નૅશનલ બુક ટ્રસ્ટે તેનું ૧૩ ભાષામાં પ્રકાશન કર્યું છે અને બ્રેઈલ લિપિમાં પણ તે ઉપલબ્ધ છે. આ પુસ્તક અંગ્રેજીમાં આવ્યું એ પહે લાં તેનો ફ્રેંચમાં અનુવાદ થઈ ગયો હતો. તેમાંથી પ્રેરણા લઈને મોરોક્કોના શાહે ત્યાંના રણપ્રદેશોમાં તળાવ બનાવીને પાણીનો સંગ્રહ કરવાની યોજના શરૂ કરી હતી. ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ દિનેશ સંઘવીએ અને પ્રકાશન ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન—નવી દિલ્હીએ કર્યું છે. પાણીનો સંગ્રહ કરવાની પરં પરાગત પદ્ધતિઓના જ નહીં, આખા ભારતની નદીઓ અને જંગલની ઇકોલૉજીના અભ્યાસી અનુપમ મિશ્રે (૧૯૪૮૨૦૧૬) આઠ વર્ષ દેશભરમાં રઝળપાટ કરીને, તળાવો આ પુસ્તક અનુપમ મિશ્રે કૉપીરાઇટથી મુક્ત રાખ્યું છે. એટલે હિન્દી સહિત અન્ય પ્રાદેશિક ભાષામાં પણ એકથી વધુ પ્રકાશકોએ પ્રકાશિત કર્યું છે. ચિત્રો-રે ખાંકનો સાથે 100 પાનાં આસપાસનું આ પુસ્તક ૱ 100થી લઈને ૱ 250માં પ્રાપ્ય છે.

340

વિશે માહિતી ભેગી કરીને આ પુસ્તક લખ્યું છે. એ માટે તેમણે રાજા-મહારાજાઓ અને અંગ્રેજોના જમાનાના ગેઝેટિયરો પણ ફેં દી નાંખ્યા હતા. મિશ્રનું માનવું હતું કે, અંગ્રેજો જ ે વિસ્તારોને સૂકાભઠ સમજતા હતા ત્યારે તો આપણે તળાવોની મદદથી પાણીની જરૂરિયાત સંતોષી જ લેતા હતા, પરં તુ કાળક્રમે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પ્રાચીન પદ્ધતિઓ આપણે ભૂલી ગયા! આપણે શહે રીજનોએ પાણીની અછતની બૂમો પાડી પણ રણપ્રદેશના સમાજ ે તો દસ દિવસના વરસાદમાં પણ પાણીની કરોડો બુંદ જોઈ અને તેને તળાવોમાં ભેગી કરીને પાણીનો પ્રશ્ન જ હલ કરી નાંખ્યો! મિશ્રે સાબિત કર્યું હતું કે, દેશના અનેક વિસ્તારોમાંથી પાણીની તંગી દૂર કરવાનો સૌથી સરળ અને સસ્તો ઉપાય તળાવો, સરોવરો, કૂ ઈ, કૂ વા, વાવ, ટાંકા અને કૂ ંડી જ છે. નહે રોમાં તો નદીઓનાં વહે ણ બદલીને પાણી લાવવામાં આવે છે, જ્યારે આ પરં પરાગત પદ્ધતિઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરાય છે. એટલે પર્યાવરણની દૃષ્ટિએ પણ આ વધુ સારી પદ્ધતિઓ છે. અનુપમ મિશ્રે અત્યંત રસાળ અને સીધીસાદી ભાષામાં, ફક્ત ૧૦૦ પાનાં અને નવ પ્રકરણમાં તળાવોનો નાનકડો એન્સાઇક્લોપીડિયા લખી નાંખ્યો છે. એટલે જ આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારથી હજારો ખેડૂતો તે વાંચીને પાણીનો સંગ્રહ કરવાની પરં પરાગત રીતો અને તેની પાછળનું રહસ્ય શું હતું એ સમજી રહ્યા છે, અનુસરી રહ્યા છે. એવું પણ કહે વાય છે કે, ભારતના અનેક અંતરિયાળ વિસ્તારો સુધી પુસ્તકની ફોટોકૉપી પણ પહોંચી ગઈ છે! મિશ્રનો આ કાર્ય પાછળનો ઉદ્દેશ પણ એ જ હતો. વિશાલ શાહ Emailૹ vishnubharatiya@gmail.com

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની

साधनानुं परोढ

વર્ણવતું પુસ્તક : જીવનનું પરોઢ

“પહોળાઈમાં

વિષુવવૃત્ત ઉપર આ ખંડ(આફ્રિકા) જ ેટલી જમીન ધરાવે છે તેટલી પૃથ્વીમાં બીજો કોઈ ખંડ નથી ધરાવતો. પોતાની કેડમાં કંદોરો પહે રેલો હોવાથી આ બાળક મેઘરાજાનો પણ બહુ જ લાડકવાયો છે. ભારે માં ભારે જંગલો, હજારો ગાઉ લાંબી નદીઓ, દરિયા જ ેવડાં સરોવરો, એ જોતાંની સાથે શ્વાસ અધ્ધર ચડી જાય એવા ઘૂઘવાટ કરતાં ધોધ એ આફ્રિકાનો સાજ છે.” ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના પોતાના અનુભવો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં આપ્યા છે. જ ેમાં પ્રારં ભે દક્ષિણ આફ્રિકાની સુંદરતાનો આસ્વાદ પણ વાચકોને કરાવે છે, સાહિત્યિક વર્ણનમાં ગાંધીજીની કલમ કેટલી ખીલી શકે છે, તેની ઝાંખી આ પુસ્તકના શરૂઆતના પ્રકરણમાં થાય છે. તેમ છતાં આ પુસ્તકમાં આસ્વાદિત રીતે લખાયેલું વર્ણન પૂર્વભૂમિકા આપવા પૂરતું જ સીમિત રહ્યું છે. તેને સાંગોપાંગ પામવું હોય અને સાથોસાથ, ગાંધીજીની સાધના ને શિક્ષણના પ્રયોગોને માણવા હોય તો તે પુસ્તક ઉપયુકત લખાણ જ ે પુસ્તકમાંથી લેવાયું છે એ પ્રભુદાસ ગાંધી લિખિત જીવનનું પરોઢ. દક્ષિણ આફ્રિકાના બારિસ્ટર ગાંધી અને ગાંધીભાઈને ઓળખવા આ પુસ્તક ખૂબ જ ઉપયોગી નીવડે એવું છે, સાથોસાથ ગાંધી કુ ટુબ ં નો આવશ્યક ઇતિહાસ પણ આમાં સુંદર રીતે મળી આવે છે. જીવનનું પરોઢ લેૹ પ્રભુદાસ છગનલાલ ગાંધી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પૂન: પ્રકાશન ૹ 2016 પાકું પૂંઠુૹં 5.5 "×8.5" ISBNૹ 978-81-7229-262-1 પાનાંૹ 632 • ૱ 400

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

ચાર ભાગના કુ લ મળી ૮૩ પ્રકરણો, બે પરિશિષ્ટો અને એક સમયે દુર્લભ એવી અનેક તસવીરો સાથે ૬૦૦ ઉપરાંત પાનાંમાં વિસ્તરે લું આ પુસ્તક ખરે ખર તો સત્યાગ્રહ આશ્રમમાં ચાલતી રાષ્ટ્રીય શાળામાં વિદ્યાર્થીઓના હસ્તલિખિત માસિક मधपूडो અર્થે કટકે કટકે લખાયું હતું અને પ્રભુદાસ પાસે તે લખાવવાનો શ્રેય જાય છે કાકાસાહે બને. પહે લવહે લાં પ્રભુદાસે બાળજીવનનાં સંસ્મરણો લખ્યાં અને પછી તો પ્રભુદાસની કલમે જ ે આવ્યું, તેમાં આફ્રિકાના ભૂગોળનાં અપ્રતિમ વર્ણનો, શિક્ષણના પ્રયોગો, ફિનિક્સ આશ્રમની વ્યક્તિઓનાં અદ્વિતીય રે ખાચિત્રો (કાકાસાહે બના શબ્દોમાં સ્વભાવચિત્રણો) અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસની ઝાંખી! બાળપણથી ‘ઠોઠ’ કહે વાયેલા પ્રભુદાસમાં ‘તંબૂરાના સૂરની પેઠ’ે અખંડપણે આફ્રિકાની સ્મૃતિ કેવી રીતે સચવાયેલી હતી, તેની ઝલક આ પુસ્તકના પાને પાને મળે છે. આ પુસ્તક વાંચતાં વધુ આશ્ચર્ય ત્યારે થાય જ્યારે એવું જાણવા મળે કે જીવનનું પરોઢ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ અને ગાંધીજીની આત્મકથા અગાઉ લખાયું છે, અને છતાં આટલી આબાદ રીતે સંસ્મરણો અને ઇતિહાસને ઝીલે છે! પુસ્તકમાં આશ્ચર્ય જન્માવે એવાં ઘણાં તત્ત્વો છે, તેમાં એક અગત્યનું તત્ત્વ સામે આવે છે એ કે, પ્રભુદાસે પોતાનાં બાર વર્ષ સુધીની જ વાત આમાં સમાવી છે! પ્રભુદાસની જીવનનું પરોઢની લેખનની યાત્રા કાલેલકર સમક્ષ એવી શંકાથી શરૂ થઈ હતી કે ‘મારાથી એ બધું લખાશે?’ પણ જ્યારે આ યાત્રા પૂરી થઈ અને તે પુસ્તક સ્વરૂપે ઢળાઈ ત્યારે કા.કા. આ લખાણને ગુજરાતી સાહિત્યના ઉત્તમ આદર્શ તરીકે ઓળખાવે છે અને ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના જીવનને साधनानुं परोढ તરીકે. સં.

341


આશ્રમજીવનમાં ગાંધીજીની સૂ�મ �ષ્ટિ, સંચાલન અને વિનોદવૃત્તિ વર્ણવતાં સંસ્મરણો: બાપુના આશ્રમમાં

એક

સમયે ગાંધીજીના Young Indiaમાંથી કેટલાક લેખો લઈને આગવું સાપ્તાહિક શરૂ કરવાની મંછા રાખતા અને માત્ર Young India નહીં, પણ ‘નવજીવન’ના લેખો પણ સમાવીને, આ બંને સાપ્તાહિકોના લેખોનો અનુવાદ કરીને પોતાનું હિં દી સાપ્તાહિક પ્રકાશિત કરવા ધારતા, મૂળ ઇંદોરના હરિભાઉ ઉપાધ્યાયની મુલાકાત ગાંધીજી સાથે થઈ. એ તેમના માટે એટલી મનભાવન રહી કે એ પછીની સફર જ ખુદ તેમને હિન્દી ‘नवजीवन’નું સંપાદન સંભાળવા સુધી લઈ ગઈ. હરિજન આશ્રમ–સાબરમતીમાં રહીને સ્વામી આનંદ સાથે તેમણે કામ આરં ભ્યું તે ગાંધીજીએ ‘સ્વરાજ’ મેળવવાની પ્રતિજ્ઞા લઈને દાંડીકૂ ચ આરં ભી (૧૯૩૦) ત્યાં સુધી. આ સમયગાળા સુધીનાં હરિભાઉએ લખેલાં સંસ્મરણો બાપુના આશ્રમમાં પુસ્તક રૂપે પ્રેરક, સૂચક અને રોચક શૈલીમાં આલેખાયાં છે. સૌપ્રથમ ૧૯૬૨માં પ્રકાશિત થયેલા આ પુસ્તકનું નવજીવને વર્ષ ૨૦૧૩માં પુનર્મુદ્રણ કર્યું છે. ‘જગતહિતની અવિરોધી’ એવી દેશસેવા કરવા ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરીને સમાજને પોતાના આદર્શની દિશા બતાવવાના પ્રયોગનો આરં ભ કર્યો હતો. એથી પોતાની નજીકના માણસોના જીવનઘડતર માટેની કસોટીનો ગજ તેમણે ટૂ કં ો નહોતો રાખ્યો. ક્યારે ક એમની શિસ્તમાં કઠોરતા પણ જોવા મળતી. પરં તુ એમાં બાપુનો પ્રેમ પણ પારાવાર હતો. આશ્રમ-સંચાલનની કસોટી કપરી બાપુના આશ્રમમાં (સંસ્મરણો) લેૹ હરિભાઉ ઉપાધ્યાય પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પેપર બૅક સાઇઝૹ 4.75 "× 7" ISBNૹ 978-81-7229-466-3 પાનાંૹ 104 • ૱ 60

342

હતી. કેમ કે, વિભિન્ન રસ-રુચિ, વિચાર, મત ભિન્નતા છતાં સર્વસંમતિથી કામ કરવાનો આગ્રહ, વિચારસ્વાતંત્ર્ય પણ ભરપૂર હતું. સાબરમતી આશ્રમના સંચાલન બાબત એક વાર હરિભાઉ સાથે વાત થતાં બાપુ બોલ્યા હતા, ‘આ આશ્રમ ચલાવવો એ બહુ મુશ્કેલ કામ છે. છતાં હં ુ જાણું છુ ં ત્યાં સુધી આ મારી સારામાં સારી કૃ તિ છે.’ બાપુ પાસે આશ્રમના નાનામોટા કેટલાય સવાલો આવતા. નાનામાં નાની બાબત તરફ પણ ધ્યાન આપ્યા વિના એમને ચેન પડતું નહીં. સવાલોનો ઉકેલ કરવાની એમની રીત પણ અદ્ભુત હતી. કોઈ કામ સત્ય-અહિં સાના સિદ્ધાંતની વિરુદ્ધ ન થવા પામે; એનો એવો ઉકેલ કાઢવામાં મારાથી દબાઈ જઈને તો કોઈ વ્યક્તિ અમુક વાતમાં હા નથી કહે તી ને? એનું એ ખૂબ ધ્યાન રાખતા. એવા અનેક પ્રસંગો હરિભાઉએ આ પુસ્તકમાં જણાવ્યા છે. જ ે વિચાર અને ઉપદેશ જીવનમાં ઓતપ્રોત થયાં હોય તેની જ અસર પડે છે. સત્ય-અહિં સાના ઉપાસક મહાત્મા ગાંધીજીના અંતરની આવી વિચારપ્રેરક વાતોમાં કાંઈ ને કાંઈ વિશેષતા, શિખામણ, ઉદ્બોધન રહે લાં છે. આ પ્રસંગો આપણને બોધ, પ્રેરણા અને દૃષ્ટાંત આપે છે. આ સંસ્મરણો નિષ્કામ કર્મ અને ત્યાગ તથા સહજીવનની પ્રેરણા આપે તેવાં છે. એમાં પાને પાને સુપથની દિશા સૂચવાઈ છે. દેશના તત્કાલીન ઇતિહાસને ઓછો જાણનારા લોકોને સારુ આ સાંભરણો નેત્રદીપક થઈ પડે એમ છે. આ પુસ્તક ગાંધીજીનું માનસ, એમની જીવનદૃષ્ટિ અને કાર્ય પદ્ધતિ સમજવાની સીડી સમાન બની રહે છે. અમૃત મોદી સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ, અમદાવાદ

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


કાકાસાહે બનાં જેલવાસનાં સંસ્મરણો: ઓતરાતી દિવાલો

૧૯૩૯માં

કાકાસાહે બે લખેલા આ નાનકડા પુસ્તકમાં ૧૯૨૩માં તેમને થયેલા જ ેલવાસનાં સંસ્મરણો છે. તે વખતે સાબરમતીની જ ેલમાં તેમને રાખવામાં આવેલા. આ અગાઉ સાબરમતી જ ેલને મેં અંદરથી અનેક વખત જોઈ છે, પણ જ ેમ જ ેમ કાકાને વાંચવાનું થયું તેમ તેમ લાગ્યું કે આ જગ્યા તો મેં જોઈ જ નથી, અને જ ે જગ્યાઓ મેં જોઈ હતી, તેનો ઇતિહાસ આટલો ભવ્ય હતો તે મારી જાણ બહાર જ છે! કાકાને જ ેલમાં પ્રથમ વખત યુરોપિયન વૉર્ડમાં રાખવામાં આવ્યા હતા, ખાસ કરી આ વૉર્ડ યુરોપિયન કેદીઓ માટે બનાવવામાં આવ્યો હતો, જોકે ભાગ્યે જ તેમાં યુરોપિયન કેદી આવતા, બાકી તો રાજદ્વારી કેદીઓને અહીં રાખવામાં આવતા હતા. સામાન્ય રીતે ફાંસી ખોલી શબ્દ કાને પડે તો આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય, પણ કાકાસાહે બ કહે છે કે ફાંસી ખોલીમાં રહે વા મળે તો મનને શાંતિ લાગતી હતી, સાબરમતી જ ેલમાં સૌથી સારી વ્યવસ્થા કોઈ જગ્યાએ હોય તો તે ફાંસી ખોલીમાં હતી, જ ેમને ફાંસી આપવાની હોય, તેમને ત્યાં રાખવામાં આવતા. કારણ, અંગ્રેજો માનતા કે જ ે જઈ રહ્યો છે તેને સારી સગવડ આપો! કાકાને થોડા દિવસ ફાંસી ખોલીમાં પણ રહે વા મળ્યું હતું. કાકાએ જ ેલનું વર્ણન જ ે રીતે કર્યું છે, તે વાંચતા તમને જ ેલની ફાનસનું અજવાળું દેખાય, બૅરેકના બંધ ઓતરાતી દીવાલો લેૹ કાકાસાહે બ કાલેલકર પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1969માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું પાંચમું પુનર્મુદ્રણ વર્ષ ઃ 2007 પેપર બેક સાઇઝૹ 4.75 "×7" ISBNૹ 81-7229-363-1 પાનાંૹ 104 • ૱ 30

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

થતાં તાળાનો અવાજ સંભળાય. કાકા જ્યારે પાનખરમાં ખરી પડતાં પાદડાંની વાત લખે ત્યારે તમને લાગે કે તમારી ચારે તરફ પાન પડ્યા છે. કાકા જ ેલમાં રહે લા ઘણા બધા સાથીઓની વાત કરે છે, તેમાં ફોજદાર અને હિરા પણ હતાં. આ કોઈ રાજદ્વારી નહોતા, પણ કાકા એ પોતાની બૅરેકમાં આવતી બે બિલાડીઓનાં નામ રાખ્યાં હતાં તે ફોજદાર અને હિરા. કાકા તેમને પોતાના રોટલા અને દૂધમાંથી કેટલોક હિસ્સો આપતા હતા. કાકાના આ ઉપરાંત પણ ઘણા સાથીઓ હતા, જ ેમાં ખિસકોલી અને વાંદરાં. તરસ્યાં વાંદરાં અને ખિસકોલી જ ેલના હોજમાં પાણી પીવા આવતાં. ખિસકોલી કાકાને સૌથી પ્રિય. તેની અને તેનાથી છૂટાં પડેલાં ને ફરી પાછા મળેલાં બચ્ચાંની હૃદયદ્રાવક વાત પણ મુકાઈ છે. કાકા કહે છે કે જ ેલમાં માત્ર એક સાથે તેમની દોસ્તી થઈ શકતી નહોતી, અને તે હતો કાગડો. કારણ, કાકા શાકાહારી હતા! કાકા જ ેલની અગવડ, મકોડા, માંકડ તેમ જ વંદાના ત્રાસ વગેરેની વાત કરે પણ સ્વતંત્રતા માટે તેમણે ભોગવેલાં કષ્ટનો રં જ ક્યાંય નજરે ચડતો નથી. જ્યારે કાકા જ ેલમાંથી છેલ્લા દિવસે છૂટવાની વાત લખે છે, સવારે ચાર વાગે પહે લા ઊઠી નાહી લે છે, જ ે લીમડા, અરીઠા અને તુલીસી ને રોજ પાણી આપતા હતા, તેમને પાણી આપે છે અને તેમને અલવિદા કહી જ ેલની બહાર નીકળે છે… અને ત્યારે , જાણે આપણે જ ેલની બહાર આવ્યા હોઈએ તેવો જ અનુભવ થાય. આ નાનકડી પુસ્તિકામાં આવા અનેક પ્રસંગો છે જ ે જ ેલની અંદરના કાકાના એક અલગ મનોવિશ્વને આપણી સમક્ષ ખોલી આપે છે અને આપણનેય કાકામય બનાવી મૂકે છે. પ્રશાંત દયાળ Email : prashant.dayal26@gmail.com

343


રચનાત્મક રાજકારણી અને કુ ટં ુ બવત્સલ પિતાને ઉદાહરણીય તર્પણ ઃ રવિયા દૂબળાના રખેવાળ ઠાકોરભાઈ દેસાઈ

‘વાપીથી

વલસાડ વચ્ચે વસતાં અનાવિલ ખેડૂતકુ ટુબ ં માં ધણિયામા અને હાળીની પ્રથા વરસો સુધી ચાલી આવેલી. …આ હાળી એટલે જમીનદારને ત્યાં કામ કરતો, જમીનવિહોણો ખેતમજૂ ર. આદિવાસીઓમાં દૂબળા તરીકે ઓળખાતી જાતિના હાળીઓ સામાન્ય. ધણિયામા-હાળીની પ્રથા માલિક-ગુલામીની પ્રથા જ ેવી જ. … ઠાકોરભાઈના કુ ટુબ ં માં આ પ્રથા હતી. … તેમને ત્યાં રવિયો નામનો હાળી કામ કરતો હતો. …આ રવિયો ઠાકોરભાઈના મનમાં વસી ગયેલો. આમ, રવિયો એટલે સમાજમાં નબળામાં નબળો, ગરીબમાં ગરીબ માણસ.’ ગાંધીજીએ જ ે છેવાડાના માણસની વાત કરી છે એ આ રવિયો. ગૂજરાત વિદ્યાપીઠમાં ભણી ઠાકોરભાઈને આ રવિયાની સેવાની લગની લાગી ગઈ. … અને તે કાજ ે તેઓ ગાંધીજીએ ચીંધેલા રચનાત્મક કાર્યક્રમો તરફ વળ્યા. …આગળ જતાં રાજકારણને પણ તેમણે રવિયાની સેવાનું સાધન માન્યું.’ રાજકારણમાં રહીને ઠાકોરભાઈએ કરે લાં આ કામો અંગે પુત્ર જિતેન્દ્ર દેસાઈએ લખેલાં સંસ્મરણો રૂપે આ પુસ્તક. પુસ્તકનું જમા પાસું કે મર્યાદા જ ે ગણો તે, કે રવિયા દૂબળાના રખેવાળ ઠાકોરભાઈ દેસાઈ

લે. જિતેન્દ્ર દેસાઈ પ્રકાશકૹ ઠાકોરભાઈ દેસાઈ સ્મારક ટ્રસ્ટ વર્ષ 1963 મુખ્ય વિક્રેતા ઃ નવજીવન પાકું પૂંઠુૹં 5"×7" પાનાંૹ 12+212 • ૱ 40

પુત્રે આ સંસ્મરણો લખેલાં હોવાથી પિતાને નજીકથી કાર્ય કરતા જોવાનો લાભ તેને મળ્યો છે અને તેને કારણે જ લેખક નિવેદનમાં સ્પષ્ટ લખે છે કે, ‘આ સંસ્મરણો મારાં સંસ્મરણો છે એટલે તેમાં હં ુ આવું તે સ્વાભાવિક છે. કેટલીક અંગત વાતો પણ તેમાં આવે. કહે વાની ભાગ્યે જ જરૂર રહે છે કે અહીં હં ુ અને અંગત વાતો મારે માટે નથી પણ ઠાકોરભાઈના ચરિત્રના આ કે તે પાસાના સંદર્ભમાં છે.’ અને એટલે જ આ પુસ્તક જ ેને અર્પણ છે તે વાક્ય હૃદયને સ્પર્શી જાય છે : રવિયો દૂબળો રોટલો ને મરચાંને બદલે દાળભાત, રોટલી, શાક ખાતો થાય અને ધનજી વાંસફોડિયાને તેની રોજી રળવા માથે ઉપાડી લઈ જઈ શકાય તેટલા વાંસ, વિના રોકટોક મળી રહે તે જ ેમની જવાબદારી છે તેવા સહુ કોઈને અર્પણ. પરિશિષ્ટમાં મોરારજી દેસાઈ, કાકા કાલેલકર, યશોધર મહે તા વગેરેનાં સંસ્મરણો અને બકુ લ ત્રિપાઠીએ લીધેલી ઠાકોરભાઈની મુલાકાત મળીને કુ લ દસ પ્રકરણો હોવાથી ઠાકોરભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં અને સ્વાતંત્ર્ય પૂર્વે અને પછીનાં કેટલાક વર્ષોની સ્થિતિનું ચિત્ર પણ મળી રહે છે. પ્રસ્તાવનામાં બાબુભાઈ જશભાઈ પટેલે (પૂર્વ મુખ્ય મંત્રી, ગુજરાત રાજ્ય) લખ્યું છે—બધા પ્રસંગોના કેન્દ્રબિંદુએ રવિયા દૂબળા અને ધનજી વાંસફોડિયાને રાખી લેખકે ઠાકોરભાઈની ગરીબો માટેની પ્રીતિ અને અનુકંપાનું સરસ ચિત્રણ આપ્યું છે.—તે અનુભૂતિ વાચકોને પ્રસંગે પ્રસંગે થયા વિના રહે તી નથી. સં.

‘જ ેમ હં ુ ગુલામ થવાનું પસંદ ન કરું તેમ હં ુ માલિક થવાનું પણ પસંદ ન કરું .’

344

–ઍબ્રહામ લિંકન [પુસ્તકમાંથી]

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


મજૂ રપ્રવૃત્તિનો એક ઐતિહાસિક દસ્તાવેજ : ગાંધીજી અને મજૂ રપ્રવૃત્તિ

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હિં દી કોમની સેવા સારુ

સક્રિય હતા ત્યારથી મજૂ રપ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. ભારતમાં આવ્યા પછી અનસૂયાબહે ન સારાભાઈ(૧૮૮૫-૧૯૭૨)ના સંપર્કથી એ સક્રિયતા વધી. ૧૯૧૬માં મુંબઈમાં હોમરૂલ લીગનું કામ સંભાળતા શંકરલાલ બૅંકરને ગાંધીજી સાથેની મુલાકાત વખતે અનસૂયાબહે ન સાથે સૌપ્રથમ પરિચય થયો અને પછી તેઓ પણ મજૂ રપ્રવૃત્તિમાં મદદરૂપ થવા લાગ્યા. ૧૯૧૮માં અમદાવાદના શાળખાતાના મજૂ રોની હડતાળ—જ ે ‘એક ધર્મયુદ્ધ’ તરીકે જાણીતી છે—થી શંકરલાલ બૅંકર મજૂ રપ્રવૃત્તિ સાથે સીધા સંકળાયા. આ લડતમાં ગાંધીજીની મજૂ રો અને મિલમાલિકો વચ્ચે મહત્ત્વની ભૂમિકા હતી. આ લડતના પરિણામે જ ૧૯૨૦માં મજૂ રમહાજન સંઘની સ્થાપના થઈ. ગાંધીજીએ મજૂ રમહાજન સંઘને પોતાના વિચારોની પ્રયોગશાળા ગણાવી હતી. ગાંધીજીની આ મજૂ રપ્રવૃત્તિ સાથે સંકળાયેલા પોતાનાં સંસ્મરણો અને અનુભવો શંકરલાલ બૅંકરે ગાંધીજી અને મજૂ રપ્રવૃત્તિ પુસ્તકમાં આલેખ્યાં છે. પ્યારે લાલના આગ્રહ અને સૂચન તથા શિવશંકર શુક્લની સહાય પણ એમાં મદદરૂપ થઈ છે. ગાંધીવિચારની મજૂ રપ્રવૃત્તિના પાયામાં માત્ર પગારવધારો કે મજૂ રોની આર્થિક સ્થિતિ સારી થાય એવી પશ્ચિમી ઢબની ટ્રેડ યુનિયન મૂવમેન્ટ બિલકુ લ ન હતી, એ મજૂ રોના સર્વાંગી વિકાસની વાત હતી ગાંધીજી અને મજૂ રપ્રવૃત્તિ લેૹ શંકરલાલ બૅંકર પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પહે લી આવૃત્તિ ૹ 1965 પેપરબેક સાઇઝૹ 4.5 "×7" પાનાંૹ 266 • ૱ 350 PODથી પ્રાપ્ય

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

એ સ્પષ્ટપણે સમજી લેવું પડે. જ ેમાં મજૂ રો, માલિકો અને દેશના—એમ ત્રણેય હિતોનો વિચાર કરવામાં આવતો હતો. મજૂ ર, મિલઉદ્યોગ અને દેશનાં હિત, એકબીજાથી નોખા નથી અને એકબીજા પર અવલંબે છે તેથી બંને વચ્ચે કૌટુબિ ં ક ભાવનાની ગાંધીજીએ હિમાયત કરી હતી. માલિકો કુ ટુબ ં ીજનની પેઠ ે મજૂ રોની જરૂરિયાત પૂરી કરે અને તેમને યોગ્ય તાલીમ આપે તેથી તેમનાં ગુણ અને શક્તિનો વિકાસ થાય. આમ થવાથી માલિકો મજૂ રોનો પ્રેમ અને વિશ્વાસ સંપાદિત કરી શકે અને તેથી મજૂ રો પણ સારું કામ આપતા થાય. પરિણામે ઉદ્યોગની આબાદી વધે અને મજૂ ર, માલિક તથા દેશને સહિયારો લાભ થાય, એ ગાંધીજીની મજૂ રપ્રવૃત્તિનો વ્યાપક વિચાર હતો. જો આમ થાય તો બંને વચ્ચે ઘર્ષણની ઘટનાનો અવકાશ ન રહે અને તેમ છતાંય ઘર્ષણો થાય તો તેનું નિરાકરણ શાંતિ અને અહિં સાના માર્ગે વાટાઘાટો અને પંચપ્રથાથી થાય એ તેના કેન્દ્રમાં હતું. આમ, ગાંધીજીને મન મજૂ રપ્રવૃત્તિનું હાર્દ મજૂ ર-માલિક એકબીજાનાં હિતના ટ્રસ્ટી થાય અને બંને મળીને દેશનાં હિતના ટ્રસ્ટી બને તે હતું. ગાંધીજીના આ વિચારને ૪૦ પ્રકરણોમાં સમાવતા આ પુસ્તકમાં મજૂ રપ્રવૃત્તિનાં સઘળાં પાસાંની વિગતે ચર્ચા કરવામાં આવી છે. મજૂ રોને કામ આપવું પણ દાનથી મજૂ રોને રાહત ન આપવી, હડતાળ ક્યારે પાડવી-ન પાડવી, માગણી હોય તો કેવી હોય, સુમેળ અને શાંતિનું મહત્ત્વ, પ્રેમભર્યું સમાધાન જ ેવાં અનેક મુદ્દાની વાતો રસપ્રદ રીતે મુકાઈ છે. ગાંધીજીએ માત્ર પગારવધારો નહીં પણ આર્થિક મંદીમાં પગારઘટાડો પણ સ્વીકારાવ્યો હતો તેની વિગતો પણ આમાં મળી રહે છે. શંકરલાલ બૅંકરના ‘મજૂ રપ્રવૃત્તિમાં મારો પ્રવેશ’થી શરૂ થતાં આ પ્રકરણોનું પુસ્તક એક રીતે તો ૧૯૧૭થી ૧૯૪૦ સુધીના મજૂ રમહાજનસંઘના ઇતિહાસ સમું 345


રીતે ચલાવી એ રીતે જ આલેખન કરીને મજૂ રપ્રવૃત્તિનો એક ઐતિહાસિક દસ્તાવેજ પૂરો પાડ્યો છે. પુસ્તકના અંતે સાડા આઠ પાનાંની સૂચિ આ અહે સાસને તાર્કિક આધાર પૂરો પાડે છે.

છે પણ આ અરસામાં મજૂ રપ્રવૃત્તિમાં તેમની નરી સક્રિયતાના કારણે શંકરલાલ બૅંકરની મજૂ રપ્રવૃત્તિની કથા અને એ અર્થમાં એટલા હિસ્સા પૂરતી તેમની આત્મકથા પણ બની રહે છે. જોકે શંકરલાલ બૅંકરે પોતાની સક્રિય ભૂમિકાની ચર્ચા કરવાને બદલે ગાંધીજીની મજૂ રપ્રવૃત્તિને અનસૂયાબહે ને કેવી સરસ

મણિલાલ એમ. પટેલ Email:manilalpatelgramgarjana@gmail.com 

એ બધા ગુણો અમદાવાદના મજૂરોમાં છે. ‘મજૂ રીના ઊંચા વેતનદર આપીને મજૂ રોની સ્થિતિ સુધારવાનું સૂચવવામાં આવે ત્યાં તરત જ આ અર્થશાસ્ત્રીઓ બોલી ઊઠે છે કે, “નહીં, તેમ કરશો નહીં. જો તેમ કરશો તોપણ મજૂ રોની દુ:ખી હાલત તો હતી ત્યાંની ત્યાં આવીને ઊભી રહે શે. તેમને વધુ વેતન વડે ખર્ચ કરવાનું વધારે મળે તો તેમની વસતિમાં વધારો થઈ જશે. અને વળી દારૂ પીવામાં પણ તે વધેલાં વેતન વાપરી નાખશે.” હા, તે એમ કરે , એ સાચું, આ વાત જાણીએ છીએ. પણ એવું કરવાની પ્રેરણા તેમને આપે છે કોણ? આવું તેમને શીખવ્યું કોણે? ધારી લો કે જ ેને વિશે તમે હમણાં આવો અભિપ્રાય આપ્યો, તે તમારો જ પુત્ર હોય તો? તમે તો મને હમણાં કહી ચૂક્યા છો કે શા માટે તમે તેને તમારા કારખાનામાં કામે પણ ન રાખો કે તેને વાજબી વેતનવધારો પણ ન આપો. એમ જો કરો તો ક્યાંક એ પાછો દારૂના નશામાં મરવા પડે અને એનાં અડધો ડઝન છોકરાંની બરબાદી પાછળ મૂકતો જાય. હવે હં ુ પૂછુ ં છુ ં કે, આવું શિક્ષણ અને આવી કુ ટવે તમારા પુત્રમાં આવી ક્યાંથી? તે વારસાથી આવી શકે અથવા કેળવણીથી મળી શકે. આ બેમાંથી એક રીતે તે આવી શકે એ વાત જ ેવી તેના માટે, તેવી જ તે પ્રજાના ગરીબ વર્ગ માટે પણ તે જ છે’ જૉન રસ્કિન [અન્ટુ ધિસ લાસ્ટ માંથી, પ્રકરણ  : ખરું મૂલ્ય]

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા ઑક્ટોબર, ૨૦૧૭

નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી મહે ન્દ્રસિંહ ઝા. ગોહિલ, ઍસ્ટેટ વિભાગ, • શ્રી મહે શભાઈ રા. વાળંદ, ફોટોકંપોઝ વિભાગ,

શ્રી ચંદ્રકાન્ત ચુ. પટેલ, બાઇન્ડિંગ વિભાગ,

•  ૧૯– ૧૦ – ’૫૬

•  ૧૦– ૧૦ – ’૫૮ શ્રી ભીખાજી વ. ઠાકોર, બાઇન્ડિંગ વિભાગ,

•  ૨૨– ૧૦ – ’૫૫

જ. તા. ૦૮ – ૧૦ – ૧૯૬૦

શ્રી વિનોદભાઈ આ. રાણા, ઑફસેટ વિભાગ, •  ૨૨– ૧૦ – ’૫૬

346

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારીઃ ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ જુ લાઈથી સપ્ટેમ્બરના ત્રણ મહિનામાંથી પહે લો દોઢ મહિનો મુખ્યત્વે તપાસપંચની બેઠકમાં હાજરી આપવામાં વીતે છે. મોતીહારીથી રાંચી, બેતિયા ને વળી પાછા મોતીહારીના પ્રવાસ સતત ચાલુ છે. આશ્રમની સ્થાપના પછી પણ ચંપારણના ખેડૂતોના હક માટેની તેમની આ લગન અને લડતને પરિણામે ઑગસ્ટની દસમીએ જ ચંપારણ સમિતિની બેઠકમાં તીનકઠિયા પ્રથા બંધ કરવાનું નક્કી થાય છે ને હવે ભારતમાં પ્રથમ સત્યાગ્રહની સફળતા હાથવેંતમાં જણાય છે. દરમિયાનમાં કિશોરલાલ મશરૂવાળા આશ્રમમાં જોડાય છે. ગાંધીજી મહાદેવભાઈને એક વાર્તાલાપમાં કહે છે, ‘આ બે વર્ષ થયાં હં ુ જ ેવા જુ વાનની શોધમાં ફરતો હતો તે મને મળી રહ્યો છે. આ જિંદગીમાં આવા શબ્દો બહુ ઓછા જણને મેં કહ્યા છે. … થોડો વખત ખેલી લઈ મારી પાસે જ આવી રહો.’ આ બાજુ ભારત મંત્રી તરીકે ઈ.એસ. મોન્ટેગ્યુનું આગમન બ્રિટિશ સરકારના કંઈક ઉદાર વલણ—સરકારી વહીવટના દરે ક ક્ષેત્રમાં હિં દીઓને ઉત્તરોત્તર વધુ ને વધુ સ્થાન આપવા—ની છાપ વર્તાવે છે. ગુજરાત સભા તરફથી મોન્ટેગ્યુને સાદર કરવા માટે એક નિવેદનપત્ર તૈયાર કરાય છે. પણ તેનું ઇચ્છિત પરિણામ તો હજુ દૂર જ વર્તાય છે. આ વાતનો જ જાણે પડઘો ન પડતો હોય એમ જી. એ. નટેસનની અંગ્રેજી પુસ્તિકા What India Wants : Autonomy within the Empire(ભારત માગે છે : સામ્રાજ્યમાં સ્વશાસન) માટે આમુખ લખી આપે છે. અને હા, રે લવેમાં સતત મુસાફરી ચાલુ છે. અઢી વર્ષથી વધુ સમયની પોતાની મુસાફરીના અનુભવે મુસાફરોને પડતી હાલાકી અંગે રે લવેના સંચાલકો સાથે વખતોવખતના પત્રવ્યવહાર પછી છેવટે અખબારોને લેખ લખીને જણાવે છે.

જુ લાઈ ૧૯૧૭ ૧થી ૪ મોતીહારી. ૫ મોતીહારીૹ દાદાભાઈ નવરોજીના મૃત્યુ અંગેની શોકસભામાં પ્રમુખપદેથી  થી નીકળ્યા. ૬ રસ્તામાં. ૭થી ૧૦ રાંચી. ૧૧ રાંચીૹ તપાસ-પંચની બેઠકમાં હાજર. ૧૨ રસ્તામાં. ૧૩થી ૧૪ મોતીહારી ૧૫થી ૧૬ બેતિયા. ૧૭થી ૧૯ બેતિયાૹ તપાસ-પંચની બેઠકોમાં હાજર. ૨૦ બેતિયા. ૨૧ બેતિયાૹ તપાસ-પંચની બેઠકમાં હાજર. ૨૨ બેતિયા. ૨૩ બેતિયાૹ તપાસ-પંચની બેઠકમાં હાજર.  મોતીહારી. ૨૪ મોતીહારી.

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭]

૨૫થી ૨૬ મોતીહારીૹ તપાસ-પંચની બેઠકોમાં હાજર. ૨૭ બેતિયા. ૨૮ મોતીહારીૹ તપાસ-પંચની બેઠકમાં અને આજુ બાજનાં ગામડાંની મુલાકાત વખતે હાજર. ૨૯ મોતીહારી.  બેતિયાૹ તપાસ-પંચની બેઠકમાં અને આજુ બાજુ નાં ગામડાંની મુલાકાત વખતે હાજર. ૩૦ બેતિયાૹ તપાસ-પંચની બેઠકમાં હાજર. ૩૧1 બેતિયાૹ તપાસ-પંચની બેઠકોમાં અને આજુ બાજુ નાં ગામડાંની મુલાકાતો વખતે હાજર.  મોતીહારી.

1. જૂ ન અગર જુ લાઈ માસમાં કિશોરલાલ મશરૂવાળા આશ્રમમાં જોડાયા.

347


ઑગસ્ટ ૧૯૧૭

૧ મોતીહારી ૨થી ૬ બેતિયાૹ તપાસ-પંચની બેઠકોમાં અને આજુ બાજુ નાં ગામડાંની મુલાકાતો વખતે હાજર. ૭થી ૮ બેતિયા. ૯ બેતિયા.  મોતીહારી ૧૦થી ૧૩ બેતિયા. ૧૪ બેતિયાૹ તપાસ-પંચની બેઠકમાં હાજર. ૧૫ મોતીહારી. ૧૬ બેતિયા. ૧૭ પટણાૹ આવ્યા અને નીકળ્યા. ૧૮ અલાહાબાદ.

૧૯થી ૨૦ રસ્તામાં ૨૧થી ૨૩ અમદાવાદ ૨૪ અમદાવાદૹ હોમરૂલ લીગની સભામાં પ્રમુખપદે, સ્થળ જ ૈન વીશા શ્રીમાળી ન્યાતની વાડી, સમય સાંજ ે ૭-૩૦. ૨૫ અમદાવાદ.

૨૬ મુંબઈૹ પ્રાંતિક સમિતિની બેઠકમાં હાજર  થી નીકળ્યા. ૨૭થી ૩૦ અમદાવાદ ૩૧1 મુંબઈૹ પોલકને વિદાય આપવા આવ્યા.2 માંદાં શ્રીમતી પોલાકને જોવા ગયા.

સપ્ટેમ્બર-૧૯૧૭

૧ મુંબઈૹ માંદાં શ્રીમતી પોલકને જોવા ગયા. ૨ મુંબઈૹ પ્રાંતિક સમિતિની બેઠકમાં હાજર. માંદાં શ્રીમતી પોલકને જોવા ગયા.1 ૩ મુંબઈૹ માંદાં શ્રીમતી પોલાકને જોવા ગયા.

થી નીકળ્યા.2 ૪થી ૧૧ અમદાવાદ. ૧૨ મુંબઈૹ આવ્યા અને ગયા. ૧૩ રસ્તામાં. ૧૪થી ૧૫ મદ્રાસ. ૧૬ રસ્તામાં. ૧૭3 પૂનાૹ આવ્યા; ઉતારો સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના મકાનમાં. 

૧૮ પૂનાૹ ધારાસભા ગૃહમાં, ગવર્નરના પ્રમુખપદે મળેલી બૉમ્બે પ્રોવિન્શિયલ કૉ-ઑપરે ટિવ કૉન્ફરન્સમાં, The Moral Basis of CoOperation નામના પોતે મોકલેલા નિબંધ અંગે ટૂ કું પ્રવચન કર્યું. ગવર્નરે આ નિબંધના

વખાણ કર્યા.  થી નીકળ્યા. ૧૯ મુંબઈ ૨૦થી ૨૧ રસ્તામાં. ૨૨ રાંચીૹ આવ્યા; ઉતારો એસ. કે. સહાયને ત્યાં. ૨૩ રાંચીૹ ગવર્નરની મુલાકાત. મેસોપોટેમિયામાં કામ કરવા માટે મજૂ ર-દળ ઊભું કરવા તૈયારી દર્શાવી. ૨૪ રાંચી. ૨૫ રાંચીૹ રે લવેમાં ત્રીજા વર્ગના મુસાફરોની મુશ્કેલીઓ વિશે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પત્ર લખ્યો. ૨૬થી ૩૦ રાંચી.

1. આ વર્ષ આખરે ભરાનારા કાૅંગ્રેસના અધિવેશનના પ્રમુખપદ માટે જ ે અનેક નામો સૂચવવામાં આવ્યાં તેમાં ગાંધીજીનું નામ પણ હતું. 2. એ આજ ે હિં દ છોડીને ગયા. એમનાં પત્ની હિં દમાં રહ્યાં. 3. એની બીસન્ટ ઉપરનો નજરકેદનો હુકમ ઉઠાવી લેવામાં આવ્યો. 

348

[ જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


નવજીવન

નવરૂપ. . . નવસંસ્કરણ. . . નવપ્રવેશ. . .

બાળકથી લઈને વૃદ્ધ ઉપવાસીથી લઈને આહારી વટેમાર્ગુથી લઈને વિશિષ્ટ સ્થળના મુલાકાતી અને ગાંધીજીમાં રસ ધરાવનાર સૌ દેશવાસી-વિદેશનિવાસીને આમંત્રે છે. . . નવજીવન મંગળવારથી રવિવાર, બપોરના 12:૦0થી રાત્રિના 9:00 •

દેશભરના કલાકારોને પોતાની કલાકૃ તિના પ્રદર્શન માટે વિશાળ સ્પેસ અને આદર્શ પ્રકાશવ્યવસ્થા પૂરું પાડતું પ્લૅટફૉર્મ એટલે સત્ય આર્ટ ગૅલેરી

• યુવાનોને ગાંધીવિચાર સાથે જોડતું એસ્થેટિક સ્થાન એટલે કર્મ કાફે • ગાંધીજી અંગે વાંચવા-વિચારવા-ચર્ચવા ને ગાંધીસાહિત્ય ખરીદવા માટેનો

મુક્ત માહોલ એટલે કર્મ કાફે

લેખકો, કવિઓ, સાહિત્યકારો, કર્મશીલોને કળા, સાહિત્ય, સાંપ્રત મુદ્ દે ચર્ચાવિચારણા કરવા માટેનું મોકળું મેદાન એટલે કર્મ કાફે

• મિત્રમિલન હોય કે પારિવારિક-સામાજિક મેળાવડો, ખુલ્લા આકાશ હે ઠળ

શુક્ર-શનિ-રવિ સાત્ત્વિક ભોજનનો આનંદ આપતી ગાંધીથાળી જમવાનું ઠેકાણું એટલે કર્મ કાફે

નવજીવનની વિકાસવાર્તાની મહત્ત્વની તારીખ અને તવારીખ રજૂ કરતું માણવાલાયક સ્થળ એટલે નવજીવન મ્યુઝિયમ

મ્યુઝિયમમાં નવજીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાની તારીખ અને તવારીખ

ગાંધીજી અંગે વાંચવા-વિચારવા-ચર્ચવા માટેનો મુક્ત માહોલ


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂટક કિંમત _ 40

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

રજત અંક છૂટક કિંમત _ 25

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25


The Kingdom of God is within you નો ગુજરાતી અનુવાદ

વૈકુંઠ તારા હૃદયમાં છે ફોર કલર ટાઇટલ પેપરબેક બાઇન્ડિંગ • સાઇઝ 5.5 x 8.5 પાનાં 192 • ₹ 200.00

બારિસ્ટર એમ. કે. ગાંધી પર પ્રભાવ પાડનાર બે પુસ્તકો અનુ. ચિત્તરંજન વોરા Unto this Last  નો ગુજરાતી અનુવાદ

અન્ટુ ધિસ લાસ્ટ

એમ. કે. ગાંધી

૧૮૬૯ • ૧૯૪૮

ફોર કલર ટાઇટલ પેપરબેક બાઇન્ડિંગ • સાઇઝ 5.5 x 8.5 પાનાં 168 • ₹ 170.00

ગાંધીજીના જીવનની કથા ચિત્રો વાટે કહે તું આ પુસ્તક છે. આપણા રાષ્ટ્રપિતા એક સાવ સામાન્ય બાળક હતા. જીવનના ખાડાખડિયાવાળા માર્ગે એમની મજલ ચાલી. દક્ષિણ આફ્રિકામાં એમના વ્યક્તિત્વનો ઘડતરકાળ વીત્યો અને ત્યાં જોતજોતામાં એ લોકોના આગેવાન બન્યા. સાદગી અને સત્યમય જીવનના અનેક અખતરાઓ કરીને જ્યારે હિં દુસ્તાન આવ્યા ત્યારે દેશના કરોડો લોકોના માનીતા એ ‘ગાંધીજી’ બન્યા. હિં દુસ્તાનને અહિં સક માર્ગે આઝાદી અપાવી એ એમનો પ્રયોગ ઇતિહાસમાં અનોખો છે. પોતાના હૈ યાના એ હારને કરોડોએ ‘બાપુ’ કહ્યા. દેશને આઝાદી મળી એ પછી થોડા મહિનામાં જ એમણે નિર્વાણપંથે પ્રયાણ કર્યું. …‘મોહન’માંથી કરોડો ભારતવાસીઓના ‘બાપુ’ બનનાર એ મહાન જીવનની કથા આ પુસ્તકમાં કહે વાઈ છે. કિશોરો-યુવાનોને તો ગમશે જ, પણ સહુ કોઈને રસ પડે એવી આ ચોપડી છે.

નવજીવન સાથે સંકળાયેલા પુસ્તકવિક્ર ેતાને ત્યાં ઉપલબ્ધ 10થી ઓછી નકલ, દરેકના _ 250

10 કે તેથી વધારે નકલ, દરેકના _ 200 ૩૫૧

25 કે તેથી વધારે નકલ, દરેકના _ 175

અંગ્રેજીમાં પણ પ્રાપ્ય


गीताना तमाम शब्दोना अर्थ अने तेनो स्थळनिर्देश

૩૫૨


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.