વર્ષૹ ૦૬ અંકૹ ૧૨ સળંગ અંકૹ ૬૮ • ડિસેમ્બર ૨૦૧૮
છૂ ટક કિંમત ઃ _ ૧૫
ભાઈ અમૃતલાલ ઠક્કર પોતાનો સંન્યાસ શોભાવી રહ્યા છે. એમણે ભગવાં તો નથી પહે ર્યાં, પોતાને સંન્યાસી તરીકે ઓળખાવતા પણ નથી; છતાં કામ સંન્યાસીને શોભે એવું એટલે પરોપકારનું કરી રહ્યા છે. બુઢ્ઢા થયેલ છે છતાં સુખે બેસતા નથી અને પોતાની આસપાસનાંને બેસવા દેતા નથી. દુઃખનો દાવાનળ ચોમેર સળગી રહ્યો હોય ત્યાં સુખે કોણ બેસી શકે? અથવા એદી જ બેસી શકે. ભાઈ અમૃતલાલ અંત્યજોના ગોર તો છે જ, હવે પહાડી જાતિઓના ગોર બનવાની સાધના સાધી રહ્યા છે. [મો. ક. ગાંધી, ગાં. અ. ૩૦ : ૨૩૨]