Navajivanno Akshardeh–October-17

Page 1

વર્ષૹ ૦૫ અંકૹ ૧૦ સળંગ અંકૹ ૫૪ • ઑક્ટોબર ૨૦૧૭

વુડકટૹ વિનાયક મસોજી

છૂટક કિંમત ઃ _ 15

કોઈ પણ માનવસંસ્થા તેનો દુરુપયોગ થવાના જોખમથી મુક્ત નથી હોતી. સંસ્થા જ ેમ મોટી તેમ તેના દુરુપયોગનો સંભવ પણ વધારે . લોકશાહી એક મોટી સંસ્થા છે અને તેથી તેનો ભારે દુરુપયોગ થવાનો સંભવ છે. પરં તુ તેનો ઇલાજ લોકશાહીથી દૂર રહે વામાં નહીં પણ એના દુરુપયોગની શક્યતાને ઓછામાં ઓછી કરવામાં રહે લો છે. [ગાંધીજીનો સંસ્કારવારસો, ‘લોકશાહી’—પૃ. ૫૨૦.] મો. ક. ગાંધી


વર્ષૹ ૦૫ અંકૹ ૧૦ સળંગ અંકૹ ૫૪ • ઑક્ટોબર ૨૦૧૭ છૂ ટક કિંમત ઃ _ 15

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

૧. મારા સ્વપ્નનું ભારત. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી. . . ૩૫૫ ૨. હિં દની વિવિધતા અને એકતા. . . . . . . . . . . . . . . . જવાહરલાલ નેહરુ. . . ૩૫૮

કેતન રૂપેરા

૩. આ દેશની નવી પેઢીને . . . . . . . . . . . . . . . . સરદાર વલ્લભભાઈ પટેલ. . . ૩૬૧

પરામર્શક

૪. લોકશાહી, ચૂંટણી અને નાગરિક. . . . . . . . . . . . એન. એ. પાલખીવાળા. . . ૩૬૫

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર ભાષાશુદ્ધિ

અશોક પંડ્યા આવરણ ૧ ગાંધીયુગના કળાકાર વિનાયક મસોજી સર્જિત વુડકટની છબી [Mahatma: Life of Mohandas Karamchand Gandhi by D. G. Tendulkar માંથી]

૫. પુસ્તક-પરિચયૹ ૧. ટાગોરે યુરોપમાં આપેલાં વ્યાખ્યાનોનો     ભારતે અત્યારે લેવાનો બોધ : રાષ્ટ્રવાદ. . . . . . . . . . . . . બકુ લ ટેલર. . . ૩૭૧ ૨. માનવધર્મની સાર્થકતા પ્રરૂપતી    શ્રેણી ઃ કેદારનાથ ગ્રંથમાળા. . . . . . . . . . . . . . . . . રમેશ બી. શાહ. . . ૩૭૬ ૬. ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૩૮૫  ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને. . . . . . . . . . . . . . .. . . ૩૮૬

આવરણ ૪

“સરકારી વિરોધ પક્ષ” [હરિજનબંધુ, ૧-૦૨-૧૯૪૮] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (6–17)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 6 એ જૂ ન મહિનો અને 17 એ 2017નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૩૫૪


મારા સ્વપ્નનું ભારત મો. ક. ગાંધી આપણે એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ તે વખતે દેશ અને દુનિયા સમક્ષ મહાત્મા ગાંધીના સ્વપ્નના ભારતનું ચિત્ર રજૂ કરવું એ એક શુભ વિચાર છે. આપણે જ ે સ્વતંત્રતા મેળવી છે તેને કારણે ભારતનું ભાવિ સુધારવાની કે બગાડવાની જવાબદારી આપણા ઉપર આવી પડી છે. એ સ્વતંત્રતા મેળવવામાં મહાત્મા ગાંધીના નેતૃત્વનો ફાળો નાનોસૂનો નથી. સત્ય અને અહિં સાના જ ે અજોડ હથિયારનો ગાંધીજીએ ઉપયોગ કર્યો છે તેની, પોતાની અનેક પીડાઓમાંથી છૂટવા માટે, દુનિયાને જરૂર છે. ગાંધીજીને જ ે માનવસાધનોનો ઉપયોગ કરવાનો હતો તે કેવાં અપૂર્ણ હતાં તે આપણે જાણીએ છીએ. છતાં ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરશે કે આપણે ઓછામાં ઓછાં બલિદાન ૧૮૬૯ • ૧૯૪૮ વડે — જ ે બલિદાન આપણા જ ેવી પરિસ્થિતિમાં મુકાયેલ બીજા કોઈ પણ દેશને આપવું પડત — આપણું ધ્યેય હાંસલ કરી શક્યા છીએ. સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેનું આપણું હથિયાર જ ેમ અજોડ હતું તેમ સ્વાતંત્ર્યપ્રાપ્તિથી આવી મળતી તકો પણ તેટલી જ અજોડ છે. વિજય અને આનંદના આ અવસરે આપણને દોરનાર નેતાની કે તેમને પ્રેરણા આપનાર અમર સિદ્ધાંતોની ઉપેક્ષા કરવાનું આપણને પાલવે નહીં. સ્વતંત્રતા એ તો વધુ મહાન અને ઉદાત્ત ધ્યેય તરફ જવાનું સાધનમાત્ર છે અને મહાત્મા ગાંધીના સ્વપ્નના ભારતની સિદ્ધિ એ જ ેને માટે તેમણે કામ કર્યું, અને જ ેના તેઓ પ્રતીક છે તે બધાની યોગ્ય પરિણતિ ગણાશે. — ડૉ. રાજ ેન્દ્રપ્રસાદ સ્વાતં�‌યની સિત્તેરીએ ગાંધીજીના સ્વપ્નના સ્વરાજનું સ્મરણ…

ભારતની દરે ક વસ્તુ મને આકર્ષે છે. ઊંચામાં અને હજી લડી શકે છે. બીજાં રાષ્ટ્રો પશુબળનાં

ઊંચી મહત્ત્વાકાંક્ષા રાખનાર માણસને જોઈએ તે બધું ભારત પાસે છે. ભારત સ્વભાવે કર્મભૂમિ છે, ભોગભૂમિ નથી. હિં દુસ્તાન પૃથ્વીના એવા થોડાક દેશ માંહેનો એક છે જ ેમણે વહે મ અને ભ્રમથી મલિન થઈ ગયેલી પણ પોતાની કેટલીક પ્રાચીન સંસ્થાઓ સાચવી રાખી છે, પણ આજ સુધી વહે મ અને ભ્રમ દૂર કરવાની સહજ શક્તિ હિં દુસ્તાને બતાવી છે. હિં દુસ્તાન તેની કોટિ કોટિ પ્રજાની આર્થિક સ્થિતિ સુધારી શકશે એવી મારી શ્રદ્ધા, કદાપિ નહોતી એટલી આજ ઉજ્જ્વળ છે. મને લાગે છે કે હિં દનું મિશન બીજા દેશો કરતાં જુ દું છે. હિં દ ધર્મની બાબતમાં જગતમાં સર્વોત્તમ થવા લાયક છે. આ દેશ સ્વેચ્છાએ શુદ્ધીકરણની જ ે પ્રક્રિયાઓમાંથી પસાર થયો છે તેનો જોટો જગતમાં જડતો નથી. હિં દને પોલાદનાં શસ્ત્રોની ઓછી જરૂર છે; તે દૈવી શસ્ત્રોથી લડતું આવ્યું છે नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

પૂજારી છે. હિં દ આત્મબળથી સૌને જીતી શકે છે. આત્મબળ આગળ પશુબળ કશી વિસાતમાં નથી એવું પુરવાર કરતા અનેક દાખલા ઇતિહાસમાં મળી આવે છે. કવિઓએ તેને વિશે કવિતાઓ ગાઈ છે અને સંતોએ પોતાના અનુભવો વર્ણવ્યા છે. હિં દુસ્તાન તલવારની નીતિ સ્વીકારે તો તે કદાચ ક્ષણિક વિજય મેળવે, પણ ત્યારે તેનું મારા હૃદયમાં જ ે ગૌરવભર્યું સ્થાન છે તે નહીં રહે . હં ુ હિં દુસ્તાનનો ભક્ત છુ ં કારણ કે મારું જ ે કંઈ છે તે તેને આભારી છે. હં ુ ચોક્કસ માનું છુ ં કે હિં દ પાસે દુનિયાને આપવા માટે એક મિશન છે—સંદેશો છે. તેણે યુરોપની આંધળી નકલ કરવાની ન હોય. હિં દુસ્તાન તલવારની નીતિ સ્વીકારશે તે વેળા મારી કસોટીની હશે. મને આશા છે કે હં ુ એ કસોટીમાં ઓછો નહીં ઊતરું . મારા ધર્મને ભૌગોલિક મર્યાદા નથી. મારી મારા ધર્મમાં જીવંત શ્રદ્ધા હશે તો તે ખુદ હિં દુસ્તાન 355


યુરોપનો સુધારો યુરોપિયનોને માટે જરૂર અનુકૂળ છે. પણ જો આપણે એની નકલ કરવા જઈશું તો

તેમાં હિં દુસ્તાનની પાયમાલી થશે. આમ કહે વાનો અર્થ એ નથી કે આપણે એમાં જે સારુ ં અને ગ્રાહ્ય

હોય તેનું ગ્રહણ ન કરવું, તેમ એનો અર્થ એ પણ

નથી કે એમાં જે ખરાબ વસ્તુ ઘૂસી ગઈ હશે તે

યુરોપિયનોને પણ નહી ં છોડવી પડે . શારીરિક

ભોગોની અવિરત શોધ અને તેનો વધારો એ એવી એક ખરાબ વસ્તુ છે; અને હું હિં મતભેર

કહું છુ ં કે જે ભોગોના તેઓ ગુલામ બની રહ્યા છે

માટેના મારા પ્રેમને વટાવી જશે. મારું જીવન અહિં સા મારફત હિં દુસ્તાનની સેવા માટે અર્પણ થયેલું છે. જો ભારત હિં સાને પોતાનો ધર્મ બનાવી દે, અને હં ુ જીવતો હોઉં તો હં ુ ભારતમાં રહે વાની પરવા ન કરું . પછી તે મારામાં કોઈ પણ જાતની અભિમાનની ભાવના પ્રગટાવી નહીં શકે. મારું સ્વદેશાભિમાન મારા ધર્મને આધીન છે. જ ેમ બાળક માતાની છાતીએ વળગે તેમ હં ુ ભારતને વળગી રહ્યો છુ ં કારણ કે મને લાગે છે કે મારે જોઈતું આધ્યાત્મિક પોષણ ભારત મને આપે છે. તેનું વાતાવરણ મારી ઊંચામાં ઊંચી આકાંક્ષાઓને અનુકૂળ છે. એ શ્રદ્ધા જશે ત્યારે મારી દશા, જ ેણે પોતાનો વાલી મેળવવાની આશા સદાને માટે ગુમાવી દીધી છે એવા અનાથ બાળક જ ેવી થશે. હં ુ હિં દુસ્તાનને સ્વતંત્ર અને સુદૃઢ જોવા ઇચ્છું છુ ં કે તે જગતના હિતને ખાતર પોતાનું સ્વેચ્છાપૂર્વક અને શુદ્ધ બલિદાન આપે. હિં દુસ્તાનની સ્વતંત્રતાને પરિણામે આખી દુનિયાની સુલેહ અને લડાઈને લગતું દૃષ્ટિબિંદુ પલટાઈ જવાનું જ. અત્યારની તેની પામરતા આખી માનવજાતિને નડી રહે લ છે. પશ્ચિમમાં એવું ઘણું છે જ ે લેવાથી આપણને 356

લાભ થાય, એટલું કબૂલ કરવા જ ેટલી નમ્રતા મારામાં છે. બુદ્ધિમત્તા એ કોઈ ખંડનો કે પ્રજાનો ઇજારો નથી. પશ્ચિમની સંસ્કૃતિ સામેનો મારો વિરોધ ખરે ખર તો તેના આંધળા અનુકરણ સામે છે; જ ે અનુકરણ એશિયાના લોકો પશ્ચિમમાંથી આવતી દરે ક વસ્તુની માત્ર નકલ કરવા જ ેટલી લાયકાત ધરાવે છે એવી માન્યતાને આધારે કરવામાં આવે છે. હં ુ ચોક્કસ માનું છુ ં કે હિં દુસ્તાન પાસે કષ્ટસહનની અગ્નિપરીક્ષામાંથી પસાર થવા જ ેટલી અને પોતાની સંસ્કૃતિ જ ે બેશક અપૂર્ણ છે, છતાં આજ સુધી થતાં આવેલા કાળના હુમલા સામે ટકી રહી છે તેના પર થતાં હુમલા સામે થવા જ ેટલી ધીરજ હોય તો તે જગતને શાંતિ મેળવવામાં ને સંગીન પ્રગતિ કરવામાં કાયમી ફાળો આપી શકે. હિં દુસ્તાનનું ભાવિ પશ્ચિમના રક્તમલિન પંથે નથી—પશ્ચિમ જ એથી કંટાળ્યું છે—પણ સાદા અને પવિત્ર જીવનથી જ ે શાંતિ મળે છે તે શાંતિવાળા રક્તરહિત પંથે છે. હિં દુસ્તાન આજ ે પોતાનો આત્મા ખોવાના જોખમમાં છે. એ આત્મા ખોઈને એ જીવી ન શકે. એટલે ‘પશ્ચિમના હુમલાની સામે અમારાથી ન ટકી શકાય’ એમ પ્રમાદથી અને લાચારીથી કહે વાને બદલે આપણે પોતાની અને જગતની ખાતર તેની સામે અટકાવ કરવાને કમર કસવી જોઈએ. યુરોપનો સુધારો યુરોપિયનોને માટે જરૂર અનુકૂળ છે. પણ જો આપણે એની નકલ કરવા જઈશું તો તેમાં હિં દુસ્તાનની પાયમાલી થશે. આમ કહે વાનો અર્થ એ નથી કે આપણે એમાં જ ે સારું અને ગ્રાહ્ય હોય તેનું ગ્રહણ ન કરવું, તેમ એનો અર્થ એ પણ નથી કે એમાં જ ે ખરાબ વસ્તુ ઘૂસી ગઈ હશે તે યુરોપિયનોને પણ નહીં છોડવી પડે. શારીરિક ભોગોની અવિરત શોધ અને તેનો વધારો એ એવી એક ખરાબ વસ્તુ છે; અને હં ુ હિં મતભેર કહં ુ છુ ં કે જ ે ભોગોના તેઓ ગુલામ બની રહ્યા છે [ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


હશે. મારો પ્રયત્ન એવા ભારતવર્ષને માટે હશે જ ે ભારતવર્ષમાં પ્રજાના વર્ગોમાં ઊંચાનીચાનો ભેદ નહીં હોય; જ ે ભારતવર્ષમાં તમામ કોમો પૂરેપૂરી હળીમળીને રહે તી હશે. એવા ભારતવર્ષમાં અસ્પૃશ્યતાના પાપને અથવા કેફી પીણાં અને પદાર્થોને સ્થાન હોઈ જ નહીં શકે. સ્ત્રીઓ પુરુષોના જ ેટલા જ હક ભોગવશે. આપણે બાકીની આખી દુનિયા સાથે શાંતિથી રહે તા હઈશું અને કોઈને લૂંટતા કે કોઈથી લૂંટાતા નહીં હોઈએ એટલે આપણે નાનામાં નાનું લશ્કર રાખવું પડશે. મૂગાં કરોડોના હિતના વિરોધી નહીં હોય એવા તમામ દેશી કે વિદેશી હિતસંબંધો ચીવટપૂર્વક જાળવવામાં આવશે. મને પોતાને તો દેશી અને વિદેશી વચ્ચેનો ભેદ અકારો છે. આ મારા સ્વપ્નનું ભારતવર્ષ છે. ... હં ુ આથી જરાયે ઓછાથી સંતોષ નહીં પામું.

તેના વજન તળે દબાઈને તેમને પાયમાલ થવું ન હોય તો તેમને પોતાને પણ તેમની જીવનદૃષ્ટિને નવું રૂપ આ મારો અભિપ્રાય ખોટો હોય એમ બને, પણ એટલું તો હં ુ જાણું છુ ં કે હિં દને માટે સુવર્ણમૃગ પાછળ દોડવું એ અચૂક મોત વહોરવા બરોબર છે. ‘સાદી રહે ણી અને ઊંચા વિચાર’ એ એક પશ્ચિમના ફિલસૂફનું સૂત્ર આપણે આપણા હૃદય પર કોતરી રાખીએ. આજ ે એટલું તો ચોક્કસ છે કે કરોડોને ઊંચી રહે ણી મળવી અસંભવિત છે, અને આપણે મૂઠીભર માણસો—જ ેઓ આમવર્ગને માટે વિચાર કરવાનો દાવો કરીએ છીએ તેઓ— ઊંચી રહે ણીની મિથ્યા શોધમાં ઊંચા વિચારને ખોઈ બેસવાનું જોખમ ખેડી રહ્યા છીએ. હં ુ જ ે બંધારણને માટે પ્રયત્ન કરીશ તે હિં દુસ્તાનને ગુલામી અને આશ્રિત દશામાત્રમાંથી છોડાવનારું , અને તેને જરૂર પડ્યે પાપ કરવાનો હક આપનારું

[મારા સ્વપ્નનું ભારત પુસ્તકમાંથી]

ગાંધીજીનાં સત્યાગ્રહ-સર્વોદય-સ્વરાજ સંબંધિત પુસ્તકોની યાદી અહિં સાનો પહે લો પ્રયોગ

_ 50.00 આપણે સૌ એક પિતાનાં સંતાન _30.00 સત્યના પ્રયોગો અથવા આત્મકથા (કાચું પૂંઠુ)ં _50.00 સત્યના પ્રયોગો અથવા આત્મકથા (ડિલક્સ) _200.00

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ _90.00

એક સત્યવીરની કથા અથવા

લોકશાહી—સાચી અને ભ્રામક _15.00

સાૅક્રેટિસનો બચાવ _15.00

સર્વોદય _10.00

ગ્રામસ્વરાજ _50.00

સર્વોદય દર્શન _40.00

ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા _40.00

હિં દ સ્વરાજ _30.00

ગાંધીજીનું જીવન એમના જ શબ્દોમાં _20.00

હિં દ સ્વરાજ – હસ્તાક્ષર (હાથકાગળ) _2000.00

ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ

હિં દ સ્વરાજ – હસ્તાક્ષર (મૅપલીથો) _600.00

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

_10.00

મારા સ્વપ્નનું ભારત _80.00 મંગળપ્રભાત _10.00 રચનાત્મક કાર્યક્રમ _15.00

357


હિ�દની વિવિધતા અને એકતા જવાહરલાલ નેહરુ અહમદનગરના કિલ્લાના કારાગારના મારા સાથીઓ સાથેની અમારી અનેક વખતની વાતચીતો અને ચર્ચાઓ… હિં દના ઇતિહાસ અને હિં દની સંસ્કૃતિનાં ભિન્ન ભિન્ન પાસાંઓ અંગેના મારા વિચારો સ્પષ્ટ કરવામાં મને બહુ મદદરૂપ થયાં. …અહમદનગરના કિલ્લાના મારા અગિયાર સાથીઓ હિં દનો એક મજાનો હિસ્સો રજૂ કરતા હતા. તેઓ કેવળ હિં દનું રાજકારણ રજૂ કરતા હતા એમ નથી. એ વિવિધરં ગી જૂ થ હતું, તેમાં હિં દના પ્રાચીન તેમ જ આધુનિક પાંડિત્યના પ્રતિનિધિઓ હતા અને આજના હિં દની જુ દી જુ દી બાજુ ઓ તેઓ રજૂ કરતા હતા. હિં દની આજની લગભગ બધી ભાષા બોલનારાઓ તેમ જ ભૂતકાળમાં અને વર્તમાન સમયમાં જ ેમણે ૧૮૮૯ • ૧૯૬૪ હિં દ પર પોતાનો સબળ પ્રભાવ પાડ્યો છે એવી પ્રાચીન ભાષાના તજ્જ્ઞોનો પણ એમાં સમાવેશ થતો હતો. અને તેમની વિદ્વત્તાનું ધોરણ બહુ જ ઊંચી કક્ષાનું હતું. — જવાહરલાલ નેહરુ હિં દની હૈ રતઅંગેજ વિવિધતા છતાં એકતા જાળવી રાખવાની જરૂરિયાત પર સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું દર્શન…

હિં દની ભિન્નતા પાર વગરની છે; તે ઉઘાડી શક નથી. આમાં નવાઈ પામવા જ ેવું કંઈ નથી, કારણ છે અને કોઈ પણ માણસ તે સહે જ ે જોઈ શકે છે. એ ભિન્નતાઓમાં શારીરિક દેખાવ તેમ જ કેટલીક માનસિક આદતો અને વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે. વાયવ્ય સરહદના પઠાણ અને છેક દક્ષિણના તામિલ વચ્ચે બાહ્ય દેખાવમાં કશું સમાન નથી. તેમનામાં કેટલાક સમાન અંશો હોવા છતાં તેઓ જુ દી જુ દી જાતિઓમાંથી ઊતરી આવ્યા છે. તેમના ચહે રા જુ દા છે, શરીરનો બાંધો જુ દો છે, તેમના ખોરાક અને પહે રવેશ જુ દા છે અને બેશક તેમની ભાષા પણ જુ દી છે. વાયવ્ય સરહદના પ્રાંતમાં મધ્ય એશિયાની અસર જોવાની મળે છે અને કાશ્મીરની પેઠ ે ત્યાંની કેટલીયે રૂઢિઓ તથા પ્રથાઓ આપણને હિમાલયની પેલી બાજુ ના દેશોનું સ્મરણ કરાવે છે. પઠાણ લોકોનાં નૃત્યો રશિયાના કોઝૅક લોકોનાં નૃત્યોને આબેહૂબ મળતાં આવે છે. આ બધી ભિન્નતાઓ હોવા છતાંયે જોતાંવેંત તામિલવાસી પર હિં દનો સંસ્કાર યા છાપ વરતાઈ આવે છે તે જ પ્રમાણે પઠાણ પર પણ એ વરતાઈ આવે છે એમાં

358

કે આ સરહદી પ્રદેશ અને સાચે જ અફઘાનિસ્તાન પણ, હજારો વર્ષ સુધી હિં દ સાથે જોડાયેલા રહ્યા હતા. અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના ભાગોમાં વસતી પુરાણી તુર્ક તેમ જ બીજી જાતિઓ ઇસ્લામના આગમન પહે લાં ઘણે અંશે બૌદ્ધધર્મી હતી. અને એ પહે લાંના કાળમાં એટલે કે, રામાયણ – મહાભારત ઇત્યાદિ મહાકાવ્યોના સમયમાં તો એ બધી હિં દુધર્મી હતી. સરહદ પ્રાંતનો પ્રદેશ એક સમયે પ્રાચીન હિં દુ સંસ્કૃતિના એક મહત્ત્વના કેન્દ્ર સમાન હતો અને પ્રાચીન સ્મારકો તથા મઠોનાં અને ખાસ કરીને તક્ષશિલાની મહાન વિદ્યાપીઠનાં ખંડિયેરો હજી પણ ત્યાં જોવા મળે છે. બે હજાર વરસ પૂર્વે એ વિદ્યાપીઠની ખ્યાતિ પરાકાષ્ઠાએ પહોંચી હતી અને હિં દભરમાંથી તેમ જ એશિયાના જુ દા જુ દા ભાગોમાંથી વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ માટે ત્યાં આવતા હતા. ધર્મ બદલવાને કારણે થોડો ફે ર પડ્યો છે ખરો, પણ એ પ્રદેશના લોકોએ સદીઓ દરમિયાન જ ે માનસિક ભૂમિકા ખીલવી હતી તે [ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ધર્મપલટાથી સદંતર બદલી શકાઈ નથી. પઠાણ અને તામિલવાસી એ બે સામસામા છેડાનાં ઉદાહરણો છે; બાકીના બધા એની વચ્ચે ક્યાંક આવે છે. બધાના દેખાવ જુ દા પડી આવે છે પણ બીજી પ્રજાઓથી તેમને જુ દા પાડનારી હિં દની છાપ તે સૌ પર અચૂક તરી આવે છે. બંગાળી, મહારાષ્ટ્રી, ગુજરાતી, તામિલી, આંધ્રવાસી, ઊડિયા, આસામવાસી, કાનડી, મલયાળી, સિંધી, પંજાબી, પઠાણ, કાશ્મીરી વગેરે લોકોએ તથા રજપૂતો અને હિં દુસ્તાની ભાષા બોલતા મધ્ય દેશના લોકોએ અનેક સદીઓ સુધી પોતપોતાની વિશિષ્ટતાઓ જાળવી રાખી છે, પ્રાચીન પરં પરા અને ઇતિહાસ જણાવે તે જ ગુણો તથા દોષો વત્તાઓછા પ્રમાણમાં હજીયે તેમનામાં છે અને તે છતાં સમાન રાષ્ટ્રીય વારસો તથા સમાન નૈતિક અને માનસિક ગુણો ધરાવનાર નિરાળી હિં દી પ્રજા તરીકે આ બધા યુગો દરમિયાન તેઓ ટકી રહ્યા છે એની પ્રતીતિથી રોમાંચ અનુભવાય છે. જીવનપદ્ધતિ અને જીવન તેમ જ તેના પ્રશ્નો તરફના તાત્ત્વિક વલણ દ્વારા વ્યક્ત થતાં આ વારસામાં કંઈક જીવંત અને પ્રેરક વસ્તુ રહે લી છે. પ્રાચીન ચીનની પેઠ ે પ્રાચીન કાળનું હિં દ પણ સ્વત: એક સ્વયંપૂર્ણ દુનિયા—બધી જ વસ્તુઓનું ઘડતર કરનાર સંસ્કૃતિ અને સભ્યતા હતી. વિદેશી અસરો એમાં આવી મળી. એ અસરોએ એ સંસ્કૃતિ પર અસર કરી અને પછી તે તેમાં સમાઈ જઈને એકરૂપ થઈ ગઈ. એકતાને છિન્નભિન્ન કરનારાં બળો દેખા દેતાં કે તત્કાળ સમન્વયકારી પ્રયત્ન આરં ભાતો. સંસ્કૃતિના આરં ભકાળથી જ એક પ્રકારની એકતાના સ્વપ્ને હિં દના માનસનો કબજો લીધો છે. બહારથી લાદવામાં આવેલી કંઈક વસ્તુ તરીકે, બાહ્યાચારના કે માન્યતાઓના સુધ્ધાં સમાન ધોરણ તરીકે એ એકતા કલ્પવામાં આવી નહોતી. नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

સંસ્કૃ તિના

આરંભકાળથી

એક

પ્રકારની

એકતાના સ્વપ્ને હિં દના માનસનો કબજો લીધો છે. બહારથી લાદવામાં આવેલી કં ઈક વસ્તુ તરીકે, બાહ્યાચારના કે માન્યતાઓના સુધ્ધાં સમાન ધોરણ

તરીકે એ એકતા કલ્પવામાં આવી નહોતી. એ

એથી કં ઈક ગહન વસ્તુ હતી અને એના વર્તુળમાં

માન્યતાઓ અને આચાર-વિચારને અંગે વ્યાપકમાં

વ્યાપક સહિષ્ણુતા દાખવવામાં આવતી હતી, તથા પ્રત્યેક વિવિધતાને માન્ય રાખવામાં આવતી હતી એટલું જ નહી ં પણ તેને પ્રોત્સાહન આપવામાં આવતું હતું

એ એથી કંઈક ગહન વસ્તુ હતી અને એના વર્તુળમાં માન્યતાઓ અને આચાર-વિચારને અંગે વ્યાપકમાં વ્યાપક સહિષ્ણુતા દાખવવામાં આવતી હતી, તથા પ્રત્યેક વિવિધતાને માન્ય રાખવામાં આવતી હતી એટલું જ નહીં પણ તેને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એક જ રાષ્ટ્રની પ્રજામાં પણ, તે ચાહે એટલી સુશ્લિષ્ટ હોય તોયે, અંદર અંદર નાનામોટા ભેદો હં મેશાં હોવાના જ. એ પ્રજાઘટકની મૂળભૂત એકતા બીજા પ્રજાઘટક સાથે તેની તુલના કરવામાં આવે ત્યારે આગળ તરી આવે છે; જોકે ઘણી વાર બે પડોશી પ્રજાઓ વચ્ચેની ભિન્નતાઓ ઝાંખી પડી જાય છે અથવા સરહદ પાસે વસતા લોકોમાં તો તે એકબીજીમાં સેળભેળ થઈ જાય છે અને આધુનિક જમાનાની કેટલીક વસ્તુઓ સર્વત્ર અમુક પ્રકારની સમાનતા પેદા કરવાની દિશામાં કાર્ય કરી રહી છે. પ્રાચીન કાળમાં તથા મધ્યયુગમાં આધુનિક અર્થમાં રાષ્ટ્ર અથવા પ્રજાનો ખ્યાલ હતો જ નહીં અને સ્વામી તથા સેવકના સંબંધો, ધાર્મિક સંબંધો તથા જાતિ અંગેના યા સાંસ્કૃતિક સંબંધોનું મહત્ત્વ વધારે હતું. આમ છતાં મને લાગે છે કે ઇતિહાસકાળ 359


બે વ્યક્તિનાં ચિત્રો પૂરેપૂરાં મળતાં નહીં આવે. હિં દ વિશે હં ુ વિચાર કરું છુ ં ત્યારે , વિશાળ ખેતરોની વચ્ચે વચ્ચે આવેલાં નાનાં નાનાં અગણિત ગામો વિશે, જ્યાં જ્યાં હં ુ ગયો હતો તે કસબાઓ ને શહે રો વિશે, સૂકી અને ભૂખી ભૂમિમાં જીવનરસ રે ડીને એકાએક તેને સૌંદર્ય તેમ જ લીલોતરીથી તરવરતા વિશાળ પટમાં ફે રવી નાખનાર વર્ષાઋતુના જાદુ વિશે, મહાન નદીઓ તથા વહે તાં પાણી વિશે, ખૈબરઘાટ તથા તેની આસપાસના વેરાન અને નિર્જન પ્રદેશ વિશે, છૂટી છૂટી વ્યક્તિઓના તથા સમુદાયના રૂપમાં હિં દના લોકો વિશે અને વિશેષે કરીને હિમાચ્છાદિત હિમગિરિ વિશે તેમ જ વસંતઋતુમાં નવાં ફૂલોથી ઊભરાતી ને કાશ્મીરમાં થઈને સર્પાકારે વહે તા નાચતાકૂ દતા ઝરણવાળી ત્યાંની કોઈક પહાડી ખીણ વિશે—એમ તેની આવી આવી અનેક વસ્તુઓ વિશે વિચાર કરું છુ .ં હિં દનાં અમને મનગમતાં ચિત્રો અમે અમારા મનમાં રચીએ છીએ, તેમને અમારી સ્મૃતિમાં જાળવી રાખીએ છીએ અને તેથી વિષુવવૃત્તની નજીક આવેલા ઉષ્ણ દેશના સામાન્ય ચિત્રને બદલે હિં દનું પર્વતની પૃષ્ઠભૂમિવાળું આ ચિત્ર મેં પસંદ કર્યું છે. બંને ચિત્રો સાચાં છે, કેમ કે હિં દુસ્તાન ઉષ્ણ કટિબંધથી માંડીને છેક સમશીતોષ્ણ કટિબંધ સુધી, વિષુવવૃત્તની નજીકના પ્રદેશથી એશિયાના છેક ઠંડા પ્રદેશ સુધી વિસ્તરે લો છે.

દરમિયાન કોઈ પણ સમયે એક હિં દીને હિં દના કોઈ પણ ભાગમાં વત્તેઓછે અંશે પોતાના ઘર જ ેવું લાગત અને બીજા કોઈ પણ દેશમાં અડવું અડવું અને પોતે પરદેશી છે એવું લાગ્યા વિના ન રહે ત. પોતાના દેશની સંસ્કૃતિ અથવા ધર્મ જ ે દેશોએ થોડેઘણે અંશે અપનાવ્યા હોય ત્યાં આગળ તેને પરાયાપણાની લાગણી ઓછા પ્રમાણમાં થાત. ખ્રિસ્તી, યહૂદી, પારસી અને મુસલમાન જ ેવા હિં દની બહાર ઉદ્ભવેલા ધર્મો પાળનારા લોકો હિં દમાં આવીને વસ્યા પછી થોડી જ પેઢીઓ બાદ ચોક્કસપણે હિં દી બની ગયા. એમાંનો એક યા બીજો ધર્મ અંગીકાર કરનાર પોતાનો મૂળ ધર્મ બદલવા છતાં કદી હિં દી મટી જતો નહોતો. આ બધા તેમનો અને તે તે દેશોના લોકોનો ધર્મ એક હોય તોપણ અન્ય દેશોમાં હિં દી અને પરદેશી તરીકે લેખાતા. આજ ે, રાષ્ટ્રીયતાનો ખ્યાલ સારી પેઠ ે વિકસ્યો છે ત્યારે ભેદો હોવા છતાંયે પરદેશોમાં વસતા હિં દીઓ અનિવાર્યપણે એક અલગ રાષ્ટ્રીય જૂ થ રચે છે અને જુ દા જુ દા હે તુઓને માટે એકત્ર થઈને કામ કરે છે. હિં દી ખ્રિસ્તી જ્યાં જાય ત્યાં હિં દી જ લેખાય છે. હિં દનો મુસલમાન તુર્કી, અરબસ્તાન, ઈરાન અથવા જ ે દેશોનો પ્રધાન ધર્મ ઇસ્લામ હોય ત્યાં હિં દી જ ગણાય છે. મને લાગે છે કે, આપણા દેશને વિશે આપણા સૌના મનમાં જુ દાં જુ દાં ચિત્રો છે અને કોઈ પણ

[ મારું હિં દનું દર્શન પુસ્તકમાંથી]

જવાહરલાલ નેહરુ લિખિત-વિષયક અન્ય પુસ્તકો મારી જીવન કથા અનુ. મહાદેવ દેસાઈ ઈન્દુને પત્રો જગતના ઇતિહાસનું સંક્ષિપ્ત રે ખાદર્શન અનુ. મણિભાઈ ભ. દેસાઈ

360

500 ₨ 100 ₨

450

પંડિતજી—પોતાને વિશે રામનારાયણ ચોધરી, અનુ. કરીમ વોરા જવાહરલાલ નેહરુ–ગાંધીજીની દૃષ્ટિએ લલ્લુ મકનજી

120

40

[ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


આ દેશની નવી પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર પટેલને છાપામાં લેખો લખતા કોઈ કલ્પી શકતું નથી. ગાંધીજીની જ ેમ પ્રજાકેળવણીને અર્થે બહોળો પત્રવહે વાર પણ એમણે કર્યો નથી. વાણીનું એટલે કે ભાષણોનું એક માત્ર સાધન એમણે પોતાના આ કાર્યમાં વાપર્યું. ગાંધીજીને વિશે લખતાં પંડિત નેહરુએ એક ઠેકાણે કહ્યું છે કે જ ે લોકોએ એમની સાથે રહી કામ કર્યું છે તે સિવાયના અને ભાવિ પેઢીના લોકોને માટે એઓ એક દંતકથાનું પાત્ર બની ગયા છે. સરદાર પટેલને વિશે પણ એ વાત મોટે ભાગે સાચી છે. જ ેમણે એમને પ્રત્યક્ષ જોયા છે, સાંભળ્યા ૧૮૭૫ • ૧૯૫૦ છે અને જ ેમણે એમની સાથે રહી ગુજરાતના ઘડતરનું કાર્ય કર્યું છે તે સિવાયના અને ભાવિ પેઢીના લોકોને માટે એઓ એક દંતકથાના પાત્ર જ ેવી વ્યક્તિ છે. છતાં ગાંધીજીનો બરાબર પરિચય મેળવવાની આકાંક્ષા રાખનારને માટે તેમનાં લખાણો જ ેવું સાધન છે તેવું જ સરદાર પટેલનાં ભાષણો તેમનો પરિચય મેળવવાની આકાંક્ષા રાખનારને માટેનું સાધન છે. [ પ્રકાશકનું નિવેદન, સરદાર વલ્લભભાઈનાં ભાષણો] નવી પેઢી જ ેને સાચા અર્થમાં સમજીને તેમના પથ પર ચાલી શકે તેવા, સ્વતંત્ર ભારતના શિલ્પી અને રાષ્ટ્રીય એકતાના સૂત્રધાર સરદાર પટેલની યુવાનોને શીખ…

સ્નાતકોને

તમે મારા જ ેવા નિરક્ષરને પ્રમુખ તરીકે શા માટે આવનારાઓનો ચેપ લાગશે. રાષ્ટ્રીય કેળવણીનો પસંદ કર્યો? તમે સ્નાતકોનું સ્નેહસંમેલન ભરો કે બીજુ ં કોઈ સંમેલન ભરો, એમાં મારું સ્થાન તો ભાગ્યે જ હોય. હં ુ તો અહીંયાં ઘઉંની અંદર કાંકરા જ ેવો થઈ જાઉં છુ .ં એટલે હં ુ તો દરે કને આ ત્રણ દિવસથી પૂછ્યાં કરું છુ ં કે કહો તો ખરા કે હં ુ શું કહં ુ ? મને તો લાગે છે કે વિદ્યાપીઠ માટે આ સ્થાન પસંદ કરવામાં ભૂલ થયેલી છે. બારડોલીમાં પણ જુ ગતરામને મેં કહ્યું કે છોકરાઓને લઈને વેડછી ભાગી જાઓ, નહીં તો છોકરાઓને બહારથી

ઉદ્દેશ ખેડૂત છોકરાઓ બાપની વિદ્યા ભૂલી ન જાય અને પાછા ગામડામાં જઈને રહે એ છે. મારે તો ગાડુ ં હાંકનાર, ખરપડી પકડનાર, કોશ ખેંચનાર, હળ લઈ ખેતી કરનાર જોઈએ છે. અત્યારે તો સૌને હાથ હલાવીને કે જીભ હલાવીને કામ કરવું છે. આ વિદ્યાપીઠનો ઉદ્દેશ એના વિદ્યાર્થીઓ ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન કરે એ છે. હળ પકડી ચારપાંચ વીઘાં જમીન ખેડી નાખે ત્યારે હં ુ કહં ુ કે આ ખરો સ્નાતક.

સિપાહી કે મ થવાય

તમે મને ઘણી વખત સહાય કરી છે અને વળી જરૂર પડ્યે તમને બોલાવીશ. તમને બધાને મારો नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

આકરો અનુભવ થયેલો છે. હં ુ કોઈને મોં ફાડવા દેતો નથી. મારી પાસે તેમને સુધારા મૂકવા કે 361


દરખાસ્તો મૂકવાનો વખત નહીં રહે . હં ુ હુકમ કાઢું છુ ં એમાં હિં સા છે કે અહિં સા, એની ચર્ચા લડત પૂરી થયે તમે ગાંધીજીની જોડે કરી લેજો. ગાંધીજીની જ ેમ યુદ્ધ વખતે લાડ લડાવવા કે ચર્ચા કરવા હં ુ નહીં બેસું—જોકે બધી જ વખતે કાંઈ મારા ભાગે સરદારી આવવાની નથી. બાકી મારે જ્યારે સિપાહી થવાનું હશે ત્યારે હં ુ તમને બતાવી દઈશ કે સિપાહી કેમ થવાય? ખરું જોતાં સરદારીમાં નહીં પણ સિપાહીગીરીમાં જ સુખ રહે લું છે. આજ ે હિં દના જાહે રજીવનમાં કામ કરનારા

ખેડૂતોના સંગઠનની વાતો કરે છે. જ ેઓ ખેડૂતોને ઓળખતા નથી તેઓ ખેડૂતોનું શું સંગઠન કરશે? ખેડૂતોને એમનામાં વિશ્વાસ કેમ પડે? પાંચ મણનો બોજો ઉપાડી ખેડૂત કે મજૂ ર બનો ત્યારે જણાય. ત્યાં જ બૌદ્ધિક અને ઔદ્યોગિક કેળવણીનો ઉપયોગ જણાય. ખેડૂતોનું સંગઠન કરવું હોય તો ખેડૂત બનો. હજુ તો ગાંધીજીએ તમારી પાસે રાંડીરાંડનો ધંધો મૂક્યો છે ત્યાં તો તમે બબડાટ ને કકળાટ કરી મૂકો છો. કારણ તમે શહે રની પાસે છો.

બુદ્ધિનો વ્યભિચાર

જાતે ધન પેદા ન કરતાં બીજાનું ધન લેવાની બુદ્ધિ ચલાવે એને હં ુ બુદ્ધિનો વ્યભિચાર કહં ુ છુ .ં ગુજરાતની ખેતીમાં ખાતર કયું નાખવું, શો ફે રફાર કરવો એ વિશે તમે બહુ તો નિબંધ લખી શકો પણ એનો ઉકેલ ન કરી શકો. આ રીતની તમારી બુદ્ધિ અને તમારા શિક્ષણનો શો ઉપયોગ? તુલસી કહે છે તેમ ‘પર ધન પથ્થર માનીએ, પરસ્ત્રી માત સમાન’ એટલું જ તમે શીખો તો વિદ્યાપીઠના તમે સારામાં સારા સ્નાતક થઈ શકો. તમે એક પણ ચોપડી ન વાંચો તો ચાલે. ચારિત્ર ખીલ્યું હશે તો બુદ્ધિ તો ખૂબ ખીલવાની છે. ચોપડીઓ વાંચનારા હં મેશ સારા ચારિત્રવાન હોય છે એમ પણ નથી. વિદ્યાવિલાસીઓ ચારિત્રમાં પડેલા

હોય છે, તેઓ ભોગવિલાસી પણ હોય છે એવો મારો અનુભવ છે. ચારિત્રશુદ્ધિ અઘરું કામ છે પણ ઉદ્યમી જીવન ગાળનારને ચારિત્રભંગના પ્રસંગ ઓછા આવે છે. પુસ્તકીય કેળવણીની પરવા ન કરો. એવા માણસો ખૂબ મળે છે અને ઘણાખરા ગુજરાત ક્લબમાં નવરા રહે છે તે ભાડે પણ મળશે. તમે ભાષણો, ચર્ચાઓ કેવી રીતે કરો, લેખ કેવી રીતે લખો એ નહીં, પણ દરિદ્ર માણસોનું સંકટ કેવી રીતે ટાળી શકો, સ્વરાજ્યના સિપાહી કેવી રીતે બની શકો એ જાણવું હોય તો કહં ુ. ખેડૂતોને ઓળખવા અને જાતે ખેડૂત બનવા મારે વીસ વર્ષનો પાછલો અનુભવ અને સઘળું ભણેલું ભૂલવું પડ્યું.

ખેડૂતોની મહોબત

ખેડૂતોની મહોબત કરવી એ સહે લ કામ નથી. વ્યાખ્યાનથી તેઓ લોભાશે નહીં. ઉવારસદ ગામમાં જઈ બેચાર યુવાનોએ લોકોને ભેગા કરી પૂછ્યુંૹ ‘તમારામાંથી કેટલા મરવા તૈયાર છે?’ અને કોઈ તૈયાર ન થયું એટલે વક્તા કહે ૹ ‘મને શરમ આવે 362

છે કે હં ુ નામર્દ માણસોના ટોળામાં ક્યાંથી આવ્યો?’ પણ એમ ભાષણ કરવાથી ખેડૂતનું હિત ન વિચારી શકાય. એ શીખવું હોય તો જ ેને ભાષણ કરવું અઘરું લાગે છે એવો આ બાઘા જ ેવો લાગતો બેઠો છે (મોહનલાલ પંડ્યા) એની પાસે જાઓ. અથવા [ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


લાખો લોકોનાં જીવનમાં પરિવર્તન કરનાર, પોલીસ કમિશનરો જ ેનાથી ત્રાસે એવા વિકરાળ ધારાળાઓની લૂંટ પગ પાસે ઠલવાવનાર પેલા ચાર ચોપડી ભણેલા રવિશંકર પાસે જાઓ. એ મહામહે નતે રે લગાડીમાં બેઠો. એ કદીયે કહે તો નથી કે મને બૌદ્ધિક અને ઔદ્યોગિક કેળવણીનું જરા મિશ્રણ કરી લેવા દો! મને તો વાંચતાં કંટાળો આવે છે. હં ુ કદી વાંચતો નથી. તમને ઊતરે લું ધાન ખાવાની શી ટેવ છે? પારકું શું કામ વાંચ્યા કરો છો? તમારું પોતાનું કંઈક લખો! તમે બાર મહિને મળી હ્રસ્વઇ દીર્ધઈની ચર્ચા કરતા એ સાક્ષરોના ટોળામાં નહીં જાઓ તો સુખી થશો. સ્વરાજ્ય મળશે તોય તમારું જીવન તો સ્વરાજ્યની ઇમારત ચણવામાં જવાનું છે. મેં તો કદી આયર્લૅન્ડ કે કૅ નેડાનાં બંધારણ વાંચ્યાં નથી. ખેડૂતો આગળ એની શી જરૂર? અખો વાંચો, ગીતા વાંચો, બહુ બહુ તો તુલસી રામાયણ વાંચો. બધા આગેવાન વાત મોટી મોટી કરે છે પણ એમ પૂછવામાં આવે કે, ‘તારી શી યોજના છે બતાવ,’ ત્યારે ગભરાય છે. પંજાબમાં મને રાષ્ટ્રીય ભાષા સંમેલનનો પ્રમુખ બનાવવામાં આવ્યો! તમે બધા ભણશો ત્યારે પ્રમુખ થશો, હં ુ વગર ભણેલો પ્રમુખ થઈ આવ્યો! મેં એક પણ હિદી પુસ્તક વાંચ્યું નથી છતાં બધા ખેડૂતોને સમજાવી શકું છુ .ં આજ ે પણ ચાલીસગામ, થાણા વગેરેના કાગળ મારા ઉપર આવે છે. કાશી ખૂબ ભણી એક સંસ્કૃતનો ભારે વિદ્ધાન રં ગરે જની દુકાને બેઠો હતો તે હં ુ જાણું છુ .ં

પણ સંસ્કૃતને તે શું ઓઢે કે પાથરે ? સંસ્કૃતમાં કાંઈ બિલ બનાવાય? એટલે હવે તે મુંબઈમાં પડ્યો છે. આ વિદ્યાપીઠ સારામાં સારા ખેડૂતો અને મજૂ રો પેદા કરવા માટે છે. દેશસેવા ન કરવા ઇચ્છનાર માટે અહીં સ્થાન નથી. બિહાર વિદ્યાપીઠમાં એક ે ં કે, હિં સા-અહિં સામાં શો ભેદ? વિદ્યાર્થીને મે પૂછલુ મેં કહ્યું કે ‘यंग इन्डिया’નાં પાનાં વાંચજ ે. મારા શબ્દે શબ્દે હિં સા ઝરે છે તો એને ક્યાં અહિં સા શીખવું? બીજા કોઈ પ્રાંતમાં નથી એવું સિપાહીઓનું જૂ થ ગુજરાતમાં છે એ હં ુ તમને કહં ુ. ડાકલું વાગે કે બધા ભૂવા ધૂણી ઊઠે. તમારે લડાઈની ચર્ચા કરવી હોય તો મારી પાસે આવજો. મુંબઈની કૉલેજના બહુ છોકરા મારી પાસે આવે છે. તમે પણ બહુ મગરૂરી ન રાખશો. આ સરકારી કૉલેજ પણ દીવાસળી ચેતવીએ ત્યારે ભડકો થઈ ઊઠે એવી થઈ રહી છે. પંજાબના વિદ્યાર્થીઓની જ ેમ જ ેઓ માત્ર અધીરાઈથી लॉन्ग लिव रेवॉल्यूशन બોલે છે એમનો પણ ઉપયોગ થશે. દેશમાં બધા અધીરા થઈ ગયા છે. કયે સ્થળે અને કેવી રીતે અધીરાઈ પ્રગટી ઊઠશે એ ન કહે વાય. ત્યાં કેટલા કામ કરનાર છે અને આપણામાં કેટલા બગભગત છે એ પણ હં ુ જાણું છુ .ં તમારી આબરૂ ઉપર કોઈ હાથ ન નાખે એ સંભાળજો. સંપ કેળવજો, ચારિત્ર ખીલવજો. તમારી પાસે વખત થોડો છે, મામલો ગંભીર છે. ગાફે લ ન રહે શો. [તા. ૧૨-૧-૧૯૩૦ના રોજ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકોના સ્નેહસંમેલન પ્રસંગે આપેલું ભાષણ]

યુવાનોને આપણાથી ભગાય નહી ં

આપણો અનુભવ એવો છે કે આપણે ભયમાંથી ભાગવાની તાલીમ લીધી છે અથવા તો એવી આપણને ટેવ પડી છે. સ્વતંત્ર દેશો પીછેહઠ કરે नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

છે, ત્યારે પણ વ્યવસ્થિત રીતે કરે છે; અને કેટલીક પીછેહઠો તો ઐતિહાસિક ગણાય છે, જ્યારે આપણી પીછેહઠ નામર્દાઈની હોય છે. એવી નામર્દાઈથી 363


સ્વરાજ ચલાવવામાં આપણી નાલાયકી ઠરે છે. જ્યારે પૂરેપૂરું જોખમ આવશે ત્યારે રાજ્યના અમલદારો છે એ તો ભાગવાના છે. પણ પ્રજાના સેવકોએ ભાગવું ન જોઈએ. રાજ્યના અમલદારો ભાગી શકે છે, કારણ કે તેઓ ભાગતા ભાગતા

જ અહીં આવ્યા છે. અને તેઓ તો દુશ્મનો થાકી જાય ત્યારે મારો ચલાવવાના, એ જાતનું એ યુદ્ધ લડવું ન પોષાય. આપણે તો ભયની સામે ઝૂઝવું જોઈએ.

આઝાદ યુવાનોનો દાખલો લો

મરણ એ ઈશ્વરનિર્મિત છે. કોઈ કોઈને પ્રાણ આપી શકતું નથી કે લઈ શકતું નથી. પ્રજાના રક્ષણ માટે આપણા પ્રાણ ખિસ્સામાં લઈને ફરીએ તો જ આપણો સ્વતંત્રતાનો પહે લો પાઠ શીખ્યા કહે વાઈએ. દરે ક સ્વતંત્ર દેશના નવજુ વાનો પોતાના દેશની રક્ષા ખાતર કે પોતાના દેશનું સામ્રાજ્ય રચવાની

ખાતર તનતોડ મહે નત કરી રહ્યા છે—પ્રાણ આપી રહ્યા છે. એમનો આપણે દાખલો લેવો જોઈએ કે સ્વતંત્રતા માટે એ લોકો કેટલું કરી રહ્યા છે. પણ કેટલાક ગુલામોને ઘણા વખતની ગુલામી પછી ગુલામી જ પ્રિય થઈ પડે છે.

સ્વતંત્રતાના પ્રથમ પાઠ

પ્રજાને ભયમાંથી બચાવવી એ દરે ક નવજુ વાનની ફરજ છે, માટે પ્રજાની રક્ષા, શહે રની રક્ષા, દેશની રક્ષા કરતાં શીખવું એ બધાય સ્વતંત્રતાના પ્રથમ પાઠો છે. અને એ આપણે શીખી લેવા જોઈએ. આ શહે ર યુદ્ધથી તો આઘું છે એ સમજાય છે; પણ લૂંટફાટ, ચોરી વગેરે સામે પણ પ્રજાને જો બચાવવી હોય તો આપણે જાગ્રત રહે વું જોઈએ. બૉમ્બમારાથી હોનારતો થાય છે તે આપણા શહે રથી દૂર છે, પણ

કદાચ એ આવી પડે તો નાસવાની પણ તાલીમ અને રીત શીખવી જોઈએ. જ ે માણસે પ્રજાના રક્ષણની પ્રતિજ્ઞા લીધી છે તેનાથી શહે રમાં બીજા માણસો પડ્યા હોય ત્યાં સુધી ભગાય નહીં. અને તમે બધાય ભાગવાના નથી એવી હં ુ આશા રાખું છુ .ં કોમ કોમના ભેદભાવ ભૂલી તમે જ ે કામ ઉપાડ્યું છે એ શોભે તેવું કરજો. [તા. ૨૬-૭-૧૯૪૨ના રોજ અમદાવાદમાં લોકસેનાની રે લી વખતે આપેલું ભાષણ]

કમનસીબે આજ ે એક વર્ગ એવું માનતો થઈ ગયો છે કે છાપામાં લેખો લખવાથી ઝટ નેતા થઈ શકાય, પલ્બિસિટી કર્યાથી આગળ વધી શકાય, પ્લૅટફૉર્મ પર ચઢીને ભાષણ કર્યાથી મહાન નેતા થઈ શકાય અને ગમે તે મંડળ કાઢી તેના મંત્રી કે પ્રમુખ બન્યાથી મોટી ખુરશીએ બેસી શકાય. પરં તુ એ તો બધા પડવાના રસ્તા છે. જ ે માણસ સિપાઈગીરી નથી જાણતો તે સેનાપતિ નથી થઈ શકતો. જ ે માણસ અધ્ધર ચઢે છે તેને તો પડવાનો ભય છે. પણ જ ે જમીન પર ચાલે છે એને ભય નથી. તાત્કાલિક નેતા બની જવા માટેનું કોઈ સ્થાન નથી પણ પગથિયે પગથિયે ચાલનાર માટે મોટો અવકાશ છે. [ સરદાર વલ્લભભાઈનાં ભાષણોમાંથી]

364

[ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


લોકશાહી, ચૂંટણી અને નાગરિક એન. એ. પાલખીવાળ પાલખીવાળા વિશે વિચાર કરીએ ત્યારે તરત મનમાં તેમની વ્યક્તિ-સ્વાતંત્ર્ય માટેની તાલાવેલીનાં દર્શન થાય. લેખક તરીકે, વિદ્વાન તરીકે, કાયદાશાસ્ત્રના અધ્યાપક તરીકે કે બંધારણના નિષ્ણાત તરીકે તેઓ હં મેશાં વ્યક્તિને પડખે ઊભા રહ્યા છે. રાજસત્તાથી કચડાતી વ્યક્તિની વહારે ધાવાની તેમને ટેવ છે. એ વખતે તે એ વિચાર નથી કરતા કે વ્યક્તિ રાજા કે રં ક છે. એમના મનમાં તો કાયદાનું રાજ સર્વોપરી છે. કોઈ રાજાનું રાજ્ય નહીં, કોઈ સરમુખત્યારનું રાજ્ય નહીં, કોઈ પ્રમુખનું રાજ્ય નહીં, કોઈ વડા પ્રધાનનું રાજ્ય નહીં, પણ કાયદાનું રાજ્ય એ જ લોકશાહીનો પ્રાણવાયુ છે. …પાલખીવાળા રૂઢ અર્થમાં ગાંધીવાદી નથી. તેમને તમે જુ ઓ ત્યારે તમને કોઈ ખાદીધારી ૧૯૨૦ • ૨૦૦૨ આગેવાન નહીં પણ કોઈ આધુનિક વ્યક્તિનાં દર્શન થાય, પણ એ આધુનિકતા પાછળ એવી ભારતીયતા છે કે જ ે જોઈને ગાંધીજીની આંતરડી ઠરે . પાલખીવાળા સત્ત્ા​ાના વિકેન્દ્રીકરણની બાબતમાં પાશ્ચાત્ય વિચારક કરતાં ગાંધીવાદી વિચારક વધુ છે. એમણે ગાંધીની કંઠી બાંધી નથી પણ ગાંધીવિચારનું મોણ આત્મસાત્ કર્યું છે. — વાડીલાલ ડગલી રાજ્યભરમાં ચૂંટણીના માહોલ વચ્ચે લોકશાહી, ચૂંટણી અને નાગરિકતા અંગે પાલખીવાળાના પાઠ…

ભારતમાં લોકશાહીનું ભાવિ

શ્રી અરવિંદના સ્વપ્ન (“ભારતમાતા માત્ર માટીનો સામે ક્ષણિક મુશ્કેલીઓ ઊભી હોય અને આગળનો

ટુકડો નથી; એ તો એક શક્તિ છે, ભગવાનસ્વરૂપ છે”) અને ધંધાદારી રાજકારણીઓએ આ દેશને જ ે ગંદા ખાબોચિયાના સ્તર સુધી ઉતારી પાડ્યો છે એ બે વચ્ચે કેટલો દુ:ખદ વિરોધાભાસ છે! શ્રી અરવિંદે આગાહી કરે લી છે કે ભારતની મહાનતાનો સૂરજ ઊગશે અને એનો પ્રકાશ ભારત પર ફે લાશે, એશિયા પર ફે લાશે અને આખાયે વિશ્વમાં પ્રસરશે. શબ્દના સાચા અર્થમાં સાધુ એવા શ્રી અરવિંદનું આ સ્વપ્ન હતું, એટલે જ્યારે આપણી અમે ભારતના લોકો લેૹ એન. એ. પાલખીવાળા પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1987માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું બીજુ ં પુનર્મુદ્રણ વર્ષઃ 2016 પેપર બેક સાઇઝ 5.5" x 8.5" ISBNૹ 978-81-7229-375-8 પાનાંૹ 24+312 • ૱ 350

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

રસ્તો અંધકારમાં ડૂ બી ગયેલો જણાય ત્યારે આપણે આપણી જાતમાં શ્રદ્ધા કે આપણે જ ે નિયતિ તરફ જવાનું છે એની યાદ ગુમાવવી ન જોઈએ. અજ્ઞાની ધંધાદારી રાજકારણીઓને સત્તા પર જવાનો મત આપીને આપણે એક અદ્ભુત શક્તિ અને સાહસવાળા દેશને દુનિયાના સૌથી ગરીબ દેશોની હરોળમાં રાખ્યો છે. આપણા લોકોમાંથી સડસઠ ટકા હજુ નિરક્ષર છે અને જો આપણા રાજકારણીઓનું ધોરણ નહીં સુધરે તો ૨૦૦૦ના વર્ષ સુધીમાં વિશ્વના નિરક્ષરોમાંથી ૫૩ ટકા ભારતમાં જ હશે. ઘણા રાજકારણીઓને નિરક્ષરતા ટકાવી રાખવામાં સ્થાપિત હિત હોય એવું લાગે છે, કારણ કે અજ્ઞાનતાનાં બળો ચાલુ રહે એના પર જ જાહે ર વ્યક્તિ તરીકે તેમનું અસ્તિત્વ આધાર રાખે છે. આ કહે વું તિરસ્કાર ભરે લું લાગશે પણ સાચું છે કે આપણા મોટી કમ્મરવાળા અને મહાકાય 365


રાજકારણીઓ માટે ગરીબી એક સારો ધંધો થઈ ગયો છે. ગરીબીને દૂર કરવાના ઇચ્છા, હોશિયારી કે વિચારશક્તિ ન હોવા છતાં તેઓ સતત ગરીબી વિશે વાતો કરે છે. આપણા આખાયે રાજકીય ચિત્ર પર નૈતિક કટોકટી સ્પષ્ટ લખાયેલી છે. ૧૯૫૦નાં વર્ષાેમાં આપણે ત્યાં જાહે ર જીવનમાં એવા કેટલાયે પ્રતિષ્ઠિત માણસો હતા જ ેઓ એકેએક ઇંચ સદ્ગૃહસ્થ હતા. ૧૯૬૦નાં વર્ષાેમાં આપણી પાસે એવા જાહે ર જીવનના માણસો હતા જ ેઓ દર બીજા ઇંચે સદ્ગૃહસ્થ હતા. કમનસીબે ૭૦ના દાયકામાં આપણી પાસે અસ્વીકાર્ય એટલી મોટી સંખ્યામાં એવા રાજકારણીઓ છે જ ે એક ઇંચ પણ સદ્ગૃહસ્થ નથી. આપણાં મોટાં શહે રોમાં સત્તા ધરાવનારાઓ, સત્તાની શોધમાં નીકળેલા અને સત્તાના દલાલોએ આપણા બંધારણની ઉમદા પ્રક્રિયાઓને સસ્તી બનાવી નાખી છે. ચૂંટણી લડનારા રાજકારણીઓએ ચૂંટણીને ઘોડદોડમાં ફે રવી નાખી છે. ફે રમાત્ર એટલો જ કે ઘોડાઓ તાલીમ પામેલા હોય છે. આજ ે ભારતમાં આપણે ચારે ય બાજુ નજર નાખીએ ત્યારે છેલ્લા પચાસ સૈકાઓમાં અદ્ભુત ગુણોવાળી થોકબંધ વિવિધ સંસ્કૃતિઓ જ્યાં પાંગરે લી એ આ જ દેશ છે એમ આપણે માની શકતા નથી. ઉપનિષદો અને વેદોની વાત કરતા રાલ્ફ વાલ્ડો ઇમરસને કહ્યું છે કે એ વાંચ્યા પછી પોતે એ ગ્રંથો મૂકી શક્યા નહીં. “તે કાયમ મારી સાથે જ છે. એમાં મને આખી જિંદગીનું વળતર, અતાગ શક્તિ અને અતૂટ શાંતિ મળી રહ્યા.” એંસીના નવા દાયકામાં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે ચાર વસ્તુઓનું પાયાનું મહત્ત્વ આપણે સમજી લેવું જોઈએ. પહે લું ધંધાદારી રાજકારણીઓ અને રાજકીય પક્ષો પાસેથી લોકોએ પ્રારં ભ છીનવી લેવાનો અને 366

સંસદ તેમ જ રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીમાં જ્ઞાન, સ્વપ્ન અને ચારિત્રવાળી વ્યક્તિઓ ઉમેદવાર તરીકે આવે એવો આગ્રહ રાખવાનો સમય આવી ગયો છે. ભારતને જ ેની જરૂર છે એ પ્રકારની સરકાર આવી જ વ્યક્તિઓ આપી શકે—કડક પણ આપખુદ નહીં, માનવીય અનુકંપાવાળી પણ નબળી નહીં એવી સરકાર. નાણાં, ઉત્પાદન અને વેચાણના નિષ્ણાતો અને સામાજિક એન્જિનિયરિં ગ તથા સાધનોની વપરાશના વિશેષજ્ઞો જ ગરીબી મિટાવી શકે. અસાધારણ હોશિયારી અને પ્રામાણિકતા પ્રધાનમંડળમાં હોય ત્યારે દેશ કેટલો ઝડપથી પ્રગતિ સાધી શકે એનું ધ્યાન ખેંચનારું ઉદાહરણ સિંગાપોરનું છે. પોતાની રાજકીય લુચ્ચાઈ માટે પસંદ થયેલા પ્રધાન અને ઊંચી માનસિક તથા નૈતિક ગુણવત્તાવાળા પ્રધાન વચ્ચે આગિયા અને વીજળી જ ેટલો ફે ર છે. આપણી સામે એવી કોઈ આર્થિક સમસ્યા નથી જ ે દૃઢ મનોબળવાળા સુમાહિતગાર વ્યવસ્થાપકના ગજાની બહાર હોય. કોઈ ટૅક્નૉક્રેટ અર્થશાસ્ત્રના નિયમોની વિરુદ્ધ જવાની કોશિશ નહીં કરે , પણ આવું કરવાની આપણી કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘણાં વર્ષાેથી ટેવ પડી છે. ટૅક્નૉક્રેટ તો સમજી જાય કે વિકાસ લોકોથી શરૂ થાય છે, ચીજવસ્તુઓથી નહીં. ઊંચી પ્રતિભાવાળી વ્યક્તિઓ જ લોકો પાસેથી પ્રતિસાદ મેળવી શકે છે જ ેના વગર સરકારી યોજનાઓ ધૂળમાં મળી જાય. બીજુ ,ં મતદારોના એક બૌદ્ધિક અને વ્યાપક સંગઠનની ઘણી જરૂર છે. દરે ક ચૂંટણીક્ષેત્રમાં નાગરિકોેની એક સમિતિ હોવી જોઈએ જ ેમાં કોઈ પક્ષની નહીં એવી તટસ્થ વ્યક્તિઓ દરે ક ઉમેદવારની ચકાસણી કરે , સારા ઉમેદવારોની મતદાતાઓને ભલામણ કરે અને ચૂંટણી પછી એ વાતનો ખ્યાલ રાખે કે ઉમેદવાર પક્ષપલટો ન કરે કે અન્ય કોઈ રીતે પોતાની જાતને અને એના મતદાતાઓને [ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


નીચાજોણું ન કરાવે. જ ેને કંઈ જ ખબર ન હોય એવા ઉમેદવારો રાજકીય પક્ષોને પોતાને માથે મારવા દેવાને બદલે મતદાતાઓએ ચોક્કસપણે યોગ્ય પ્રકારના ઉમેદવારોનો આગ્રહ રાખવો જોઈએ. ત્રીજુ ,ં મતને નાતજાતની સીમાઓમાં વહેં ચી નાખતા અને આપણા દેશની એકતા માટે ખતરનાક એવાં વિભાજક વલણો આપણે ફગાવી દેવાં જોઈએ. એક ભારતીય બુદ્ધિશાળી વ્યક્તિ છે; બે ભારતીયો એક રાજકીય જૂ થ છે; ત્રણ ભારતીયો બે રાજકીય જૂ થ છે. ચોથું, આપણા લોકોએ રાજકીય સામંતશાહીની ધુરાઓ ફેં કી દેવી જોઈએ. આધુનિક શાસકીય વર્ગમાં સંસદ અને રાજ્યોની ધારાસભાઓના પાંચ હજાર સભ્યો છે. પ્રધાનો અને સંસદસભ્ય પ્રત્યેની આપણા લોકોની ગુલામી ભરે લી રીતભાત બહુ જ દયાજનક છે. જ્યારે જયપ્રકાશ નારાયણે સમૂળી ક્રાંતિની વાત કરી ત્યારે એમના મનમાં એવી માનસિક કાયાપલટ હતી જ ે લોકોને સરકાર દ્વારા દબાઈને અને એના વર્ચસ્વ નીચે રહે વાને બદલે સરકાર પર અંકુશ રાખવામાં મદદ કરે . ગઈ લોકસભાના સભ્યોની સરે રાશ વય બાવન વર્ષની હતી અને વર્તમાન રાજ્યસભામાં એ ૫૩.૫ વર્ષની છે. જ્યારે આપણા દેશમાં સરે રાશ આવરદા ૪૭ વર્ષની છે. આની સામે અમેરિકાના હાઉસ ઑફ રે પ્રિઝન્ટેટિવ તેમ જ સેનેટમાં સરે રાશ ઉંમર આપણી સંસદ કરતાં ઘણી ઓછી છે અને તે પણ અમેરિકામાં જિંદગીની સરે રાશ ૭૪ વર્ષની હોવા છતાં. આપણા સુસજ્જ મનવાળા અને રાજકારણની બહાર ઝળહળતી કારકિર્દી બનાવવાની શક્તિવાળા જુ વાન માણસો રાષ્ટ્રીય સેવાના હે તુથી જ્યારે જાહે ર જીવનમાં ઝુકાવશે ત્યારે આપણા પ્રજાસત્તાકને આ નવી જિંદગી મળશે. સમરસેટ મૉમે લખ્યું છે કે “જિંદગી વિશે એક नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

વિચિત્ર વાત છે કે તમે સર્વાેત્તમ સિવાય બીજુ ં કંઈ પણ સ્વીકારવા તૈયાર ન હો તો ઘણી વાર તમને સર્વાેત્તમ વસ્તુ મળી રહે છે.” આ વસ્તુ લોકશાહી માટે પણ એટલી જ સાચી છે. સર્વાેત્તમ નાગરિકો સિવાય બીજા કોઈને ઉમેદવાર તરીકે સ્વીકારવાની લોકો ના પાડે તો આપણા પ્રજાસત્તાક માટે સોનેરી યુગનાં મંડાણ થશે. જીવનની જ ેમ લોકશાહી પણ તમે એની પાસે માગો એ આપે છે. જીવનને બદલે લોકશાહી શબ્દ મૂકી દઈએ તો જ ેસી બી. રિટેવહાઉસે લખેલી નીચેની પંક્તિઓ બરાબર બંધબેસતી છેૹ જિંદગી સાથે મેં એક પેનીની સોદો કર્યાે એટલે જિંદગીએ મને વધારે વેતન ન આપ્યું, પણ સાંજ પડ્યે મેં મારો, જૂ જ માલ ગણી જોયો ત્યારે મેં કરગરીને માગણી કરી. જિંદગી ન્યાયી માલિક છે એટલે, તમે જ ે માગો તે એ આપે છે, પણ એક વાર તમે વેતન નક્કી કર્યું પછી તો તમારે કામ કરવું જ પડે છે. મેં ઘાટી જ ેટલા ઓછા વેતનથી કામ કર્યું, પછી અકળાઈને હં ુ શીખ્યો, કે જિંદગી પાસે જ ે કંઈ વેતન મેં માગ્યું હોત, તે જિંદગીએ મને આપ્યું હોત. વિખ્યાત ફ્રેન્ચ વિચારક મોન્તેસક્યુએ ૧૮મી સદીમાં કહે લુંૹ “જાહે ર કલ્યાણ માટે રાજાશાહીમાં એક રાજવીનો જુલમ એટલો જોખમકારક નથી જ ેટલી લોકશાહીમાં નાગરિકોની બેપરવાહી.” ખરાબ સરકાર ઉદાસીન મતદારોનું જ પરિણામ છે. જ ે ભૂમિએ આપણા નાગરિકોને જન્મ આપ્યો એને માટે તેઓ ભોગ આપવા નહીં ઇચ્છે ત્યાં સુધી રાજકારણ સાફસૂથરું અને આપણું આર્થિક ભવિષ્ય વધુ ઊજળું નહીં બને. (ભાઈ પરમાનંદ સ્મારક વ્યાખ્યાન, નવી દિલ્હી, નવેમ્બર ૨૭, ૧૯૭૯) 367


ભારતની લોકશાહી : સમસ્યાઓ અને શક્યતાઓ

કૉર્નેલ યુનિવર્સિટીના પ્રોફે સર અરવિન યંગરે એક સૂચન કરે લું કે સંસદસભ્યોએ જ ે કાયદા પર મતદાન કરવાનું હોય એ કાયદા એમણે વાંચ્યા ન હોય ત્યાં સુધી એ યોગ્ય રીતે ઘડાયા નહીં ગણાય એવો સિદ્ધાંત આપણા ન્યાયમૂર્તિઓએ રાખવો જોઈએ. આ કસોટીએ ભારતની સંસદ અને રાજ્યોની ધારાસભાઓએ પસાર કરે લા કાયદાઓથી ૯૫ ટકા અયોગ્ય ઠરે . રાષ્ટ્રીય અંતરાત્માને એટલી હદે જગાડવો જોઈએ કે જાહે ર જીવનમાં જૂ ઠાણાં અને અપ્રામાણિકતાને એ ન સહન કરે , જાહે ર જીવનમાં નીતિ અને શુદ્ધિનાં ધોરણ કાયદા કરતાં જાહે ર મતથી સ્થાપવાં એ વધારે સહે લું છે. મૂલ્યોને અનુસરવું એ જ સ્વચ્છ જાહે ર જીવનની અંતિમ બાંયધરી છે. અને આ અનુસરણ ગુનાનો ન્યાય કરવાની વ્યવસ્થાથી નહીં પણ રાષ્ટ્રીય ચારિત્રથી સિદ્ધ થાય છે. આજ ે ભારતને જ ેની સખત જરૂર છે અને કમનસીબે જ ે એની પાસે નથી એ રાજકીય નેતાગીરી નહીં પણ સાચી ભારતીય સંસ્કૃતિના ઉદ્ભવ તરફ લઈ જાય એવી નૈતિક નેતાગીરી. વધતી ઉંમર સાથે પરિપક્વતા ગુમાવતા વૃદ્ધ રાજકારણીઓ કરતાં પોતે વધુ સારી રીતે દેશનું શાસન સંભાળી શકે એમ ઘણા જુ વાન લોકો કહે છે. આપણને સ્વતંત્રતા મળી ત્યારે જ ે દેશે કાબેલ અને ચરિત્રવાન લોકોની આખી આકાશગંગા પેદા કરે લી એ જ દેશમાં આપણે રહીએ છીએ એ માનવું મુશ્કેલ છે. આ એક દુશ્ચક્ર છે. કાબેલિયત અને ચારિત્રવાળા લોકો જાહે ર જીવનમાં રહે લી ગંદકી અને દુર્ગંધને લીધે એમાં પડતા નથી અને આવા લોકો જાહે ર જીવનમાં નહીં આવે ત્યાં સુધી એની ગંદકી દૂર 368

થવાની નથી. આપણાં જુ વાન સ્ત્રીપુરુષોમાં મને ઘણી શ્રદ્ધા છે. આ દેશના યુવાનોને જાહે ર જીવનમાં ઊતરવા હં ુ હૃદયપૂર્વક અપીલ કરું છુ ં અને ત્રણ સિદ્ધાંતો આપું છુ ં જ ેમના પર તેઓ વિચાર કરે ૹ પવન પર તમારો અંકુશ ન હોય એથી તમારે જહાજ છોડી દેવું ન જોઈએ. કશું કર્યા વગર સફળ થવાને બદલે કાંઈક કરવાના પ્રયત્ન કરીને નિષ્ફળ જવું વધારે સારું છે. ભારતીય રાજકારણમાં નીતિમત્તાના પુનર્જન્મ માટે શરૂઆતનો સમય બહુ લાંબો પુરવાર થશે અને પ્રસવ બહુ જ તકલીફદાયક હશે પણ જીવન જ ેની પાછળ જોડી શકાય એવું આનાથી વધુ સારું ધ્યેય તમને નહીં મળે. કાર્યભક્તિ અને ડહાપણથી ભરે લા નિષ્ણાતોને પ્રધાનમંડળમાં લેવામાં આવે અને એમને જરૂરી કામની સ્વતંત્રતા આપવામાં આવે તો તેઓ આ દેશને એક મહાન આર્થિક સત્તા બનાવી દે. ડિઝરાયલીએ કહે લું કે “માણસને પૈસાથી મપાય નહીં. પણ ઘણી વખત પૈસા દ્વારા જ માણસ કેટલો નાનો છે એ જાણી શકાય છે.” આ માપદંડથી આપણા રાજકારણીઓ પૃથ્વી પરના સૌથી નાના માનવીઓમાં હશે. આપણું રાજકારણ ઢીલા મગજવાળા ભાડૂ તી માણસોના અજાયબ લશ્કરથી ભરે લું છે. ગમે તે રીતે આપણે આને સ્થાને આદર અને કાબેલિયતવાળા માણસોને લાવવા જોઈએ. (ડૉ. એન. બી. પરુળેકર સ્મારક વ્યાખ્યાન, પૂણે, સપ્ટેમ્બર ૧૯, ૧૯૮૧)

[ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


આવતી ચૂંટણી અને નાગરિક

દરે ક ધંધાદારી એકમ નાણાકીય વર્ષને અંતે એનો હિસાબ કાઢે છે અને માલનો જથ્થો ચકાસે છે. ચૂંટણી સમયે કાયદા ઘડનારાઓના નવા જૂ થને સત્તા પર મૂકવાનું હોવાથી લોકશાહીમાં એ સમયે હિસાબ તપાસવો જરૂરી છે. નિરાશાજનક વાતાવરણને કારણે આપણે નાહિં મત થવાની જરૂર નથી. માનવીના ઇતિહાસમાં મોટા ભાગના સમયે મુશ્કેલીઓ અને અસ્વસ્થતા જ રહી છે, જ્યારે વિલ દુરાંને તેઓ વિશ્વની પરિસ્થિતિ અંગે શું માનતા હતા એમ પૂછવામાં આવ્યું ત્યારે એમનો જવાબ આવો હતોૹ “વિશ્વની પરિસ્થિતિ ઘૃણાજનક છે. એ કાયમ ઘૃણાજનક રહી છે. એમાં ફે રફાર થવાનું કોઈ કારણ મને દેખાતું નથી.” ઇતિહાસ પુરવાર કરે છે કે મહાન વ્યક્તિઓ પણ ભવિષ્ય વિશે વધુ પડતી નિરાશાજનક હોય છે. વિલિયમ પિટ્ટે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું છેૹ “ચારે બાજુ હતાશા અને વિનાશ સિવાય કંઈ જ નથી.” વિલિયમ વિલ્બરફોર્સે અંધારમય અને અસ્થાયી ભવિષ્યને કારણે લગ્ન ન કર્યાં. ખુદ ડ્યૂક ઑફ વેલિંગ્ટન જ ેવા દૃઢ અને હિં મતવાળા માણસે ૧૮૫૨માં એમનું મૃત્યુ નજીક હતું ત્યારે કહે લુંૹ “ભગવાનનો પાડ કે આપણી આસપાસ ફે લાતા વિનાશની પૂર્ણાહુતિ જોવામાંથી હં ુ બચી જઈશ.” અને નોંધવા જ ેવી વાત તો એ છે કે પિટ્ટ, વિલ્બરફોર્સ તથા વેલિંગ્ટનની હતાશાજનક આગાહીઓ પછીના દસકામાં બ્રિટન એની કીર્તિની ટોચે પહોંચ્યું. પક્ષપદ્ધતિ ખરાબ છે એ સાચું પણ પક્ષપદ્ધતિની નાબૂદી વધુ ખરાબ નહીં હોય એવો કોઈ ભરોસો નથી. જ ેરે મી બેનહામનું ૧૮૩૨માં ૮૪ વર્ષની વયે અવસાન થયું. એમના પ્રગટ થયેલાં લખાણો એક नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

કરોડ શબ્દો જ ેટલાં છે, જ્યારે એમની અપ્રગટ હસ્તપ્રત બીજા એક કરોડ શબ્દો જ ેટલી છે. એમના કેટલાક અર્થપૂર્ણ શબ્દ જુ ઓૹ “પોપ થવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું નથી એટલે હં ુ કદી ભૂલ નથી કરતો એવો ઢોંગ હં ુ કરતો નથી; કોઈ પક્ષમાં હોવાનું સન્માન પ્રાપ્ત ન હોવાથી કદી વધુ શાણા નહીં બનવાનું વચન મેં આપ્યું નથી.” બેનહામના ક્લાસિક પુસ્તક ‘કૉન્સ્ટિટ્યૂશનલ કૉડ’માં પક્ષપદ્ધતિની જોગવાઈ કે એનો ઉલ્લેખ સુધ્ધાં નથી. પક્ષપદ્ધતિ એના સભ્યની સ્વતંત્રતા, એની અંગત વિવેકશક્તિ અને કામની સ્વાધીનતાનો ભારે ભોગ લે છે. પણ લોકશાહીના કામમાં પક્ષપદ્ધતિ સુસંગતતા અને હે તુની એકતા લાવે છે ખરી. મનુષ્ય વીસ લાખ વર્ષથી આ પૃથ્વી પર છે અને અસ્તિત્વના આ લાંબા ગાળામાં માણસની રીતભાત લાગણીઓ દ્વારા પ્રેરાઈ છે; દા. ત., ડર, ઈર્ષા, તિરસ્કાર, પ્રેમ તથા વિશાળ અને સાંકડી વફાદારી. આ સામે વિચારશક્તિનો ઉદ્ભવ માત્ર દસ હજાર વર્ષ અગાઉ જ થયો. આમ, લાગણીઓની સરખામણીમાં વિચારશક્તિ નવું શોધાયેલું રમકડુ ં છે. આથી જ આપણી રીતભાત વિચારશક્તિ કરતાં હજુ લાગણીથી દોરાવાની શક્યતા વધારે છે. પ્રાંતીય અને કોમવાદી વફાદારીઓ તેમ જ વ્યક્તિગત અને જ્ઞાતિબળો મતદાતાઓ પર અસર કરે છે. નાગરિકની ફરજમાત્ર મત આપવાની જ નહીં પણ સમજીવિચારીને મત આપવાની છે. તેમણે માત્ર બુદ્ધિથી જ દોરાવું જોઈએ. બીજી કોઈ ગણતરીઓ સિવાય અને પક્ષના નામને ધ્યાનમાં લીધા વગર મતદાતાએ ઉત્તમ ઉમેદવારને જ મત આપવો જોઈએ. ખોટા પક્ષમાં રહે લો સાચો માણસ સાચા 369


પક્ષના ખોટા માણસ કરતાં ક્યાંય વધુ પસંદ કરવા યોગ્ય છે. ‘કૉંગ્રેસ’ શબ્દથી જાદુ થતું એ વખત હવે રહ્યો નથી. અંગ્રેજી ભાષાની વિચિત્રતા છે કે ભારતના

શાસક પક્ષ પ્રત્યે એણે અમીદૃષ્ટિ નથી રાખી. ‘પ્રોગ્રેસ’ (પ્રગતિ) શબ્દ ‘કૉંગ્રેસ’ શબ્દનો લગભગ બરાબર વિરોધી શબ્દ છે.

(મુંબઈમાં જાહે ર ભાષણ, જાન્યુઆરી ૨૪, ૧૯૬૭)

નાગરિકતાની સમજણ વિકસાવતી પુસ્તિકા ઃ લોકશાહી સાચી અને ભ્રામક

‘સાચી લોકશાહી કેન્દ્રમાં બેઠ ે બેઠ ે રાજવહીવટ ચલાવનારા વીસ માણસો નથી ચલાવી શકતા, તે ઠેઠ નીચેથી હરે ક ગામના લોકોએ ચલાવવી રહે શે.’ મો. ક. ગાંધી [ પુસ્તકમાંથી]

આધુનિક રાજકીય જીવનનો દંભ રાજ્ય એની ફરજોમાં નિષ્ફળ ગયું છે, કારણ કે શાસક વર્ગમાં રાષ્ટ્રના સૌથી બુદ્ધિમાન માણસોનું, કે એના સર્વાેત્તમ લક્ષ્ય કે ઊંચામાં ઊંચી અંત:પ્રેરણાઓનું પ્રતિબિંબ પડતું નથી એમ શ્રી અરવિંદ માનતા. સામાન્ય રાજકારણીનું એમણે કરે લું ચિત્રણ વેધક અને અભિભૂત કરે તેવું છે:   વિશ્વના કોઈ પણ ભાગમાં વર્તમાન રાજકારણી લોકોના આત્મા કે આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરતો નથી. સામાન્ય રીતે એ પોતાની સંકુચિતતા, સ્વાર્થ, અભિમાન અને છેતરપિંડીનું જ પ્રતિનિધિત્વ કરે છે. આ બધાનું સરસ પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત એ માનસિક બિનકાર્યક્ષમતા, નૈતિક રૂઢિચુસ્તતા, નિર્બળતા અને આડંબરનું પ્રતિનિધિત્વ કરે છે. એની સામે ઘણી વાર મહાન પ્રશ્નો નિર્ણય માટે આવે છે. પણ એ એમને મહાન રીતે ઉકેલતા નથી. એને હોઠે ઊંચા શબ્દો તથા ઉમદા વિચારો હોય છે ખરા, પણ બહુ જલદી એ પક્ષની પોપટવાણી બની જાય છે. આધુનિક રાજકીય જીવનની બીમારી અને એનો દંભ વિશ્વના દરે ક રાષ્ટ્રમાં મોજૂ દ છે. આ બનાવટમાં બૌદ્ધિક વર્ગ સહિત બધાની વશીકરણપ્રેરિત સંમતિ જ બીમારીને છુ પાવે છે અને એને લાંબી ચલાવે છે. આ સંમતિને કારણે જ માણસ પ્રત્યેક આદતી વસ્તુને વશ થાય છે અને એમના જીવનના વર્તમાન સંજોગો સર્જે છે. આમ છતાં આવાં જ મનના માણસોથી બધાનું હિત નક્કી થાય છે, આવા જ હાથમાં એ સોંપવું પડે છે, આવી રાજ્ય નામની સંસ્થા પર જ વ્યક્તિએ પોતાની પ્રવૃત્તિનું નિયમન વધુ ને વધુ છોડવું પડે છે, ખરે ખર તો આમાં બધાનું સૌથી વધુ હિત સધાતું નથી પણ આ વ્યવસ્થિત આંધળૂકિયા અને દુષ્ટતામાં જ ે સારા અંશ રહે લા છે એથી જ ખરો વિકાસ થાય છે. કુ દરત હં મેશાં ગોટાળાઓની વચ્ચે પણ આગળ વધે છે અને અંતમાં માણસની અપૂર્ણ મનોવૃત્તિને કારણે નહીં પણ એની સામે થઈને પોતાનાં લક્ષ્ય સિદ્ધ કરે છે. [પુસ્તકમાંથી, પ્રકરણૹ મહાન અને સુપ્રસિદ્ધ વ્યક્તિઓ]

370

[ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ટાગોરે યુરોપમાં આપેલાં વ્યાખ્યાનોનો ભારતે અત્યારે લેવાનો બોધ : રાષ્ટ્રવાદ પુસ્તક પરિચય બકુ લ ટેલર કોઈ પણ દેશની મૂળભૂત ચેતના સાથે, અંર્તનિબીડ તત્ત્વરૂપે ‘રાષ્ટ્રવાદ’ સંગોપાયેલો હોય છે. તે કંઈ સમયે સમયે, સંજોગો બદલાતાં, બદલાયા ન કરે . મૂળભૂત કાર્યસાધક તત્ત્વરૂપે તે જુ દા સંજોગો, જુ દી વ્યવસ્થામાંય પોતાને જાળવી રાખે. અત્યારે , અથવા કહો કે વીત્યા બે અઢી દાયકાથી ‘રાષ્ટ્રવાદ’ની વ્યાખ્યાને અમુક-તમુક દિશામાં તાણી જવાના દેશવ્યાપી પ્રયત્નો ચાલી રહ્યા છે. તેનું ધુમ્મસછાયુંરૂપ હજુ સ્પષ્ટ નથી અને જ ે તે દેશ, સમાજ, સંસ્કૃ તિમાં એક શાંત સ્વસ્થ આકલનશક્તિ અને પ્રતિકારબળ પણ હોય છે, એટલે પેલા પ્રયાસો વિશે આક્રમક પ્રતિક્રિયા આપવાનોય અર્થ નથી. ‘રાષ્ટ્રવાદ’ કોઈ શાસકની સત્તા પૂરતો નિયંત્રિત ન હોઈ શકે. તે હજારો વર્ષની અખંડ ધારાનું અ-હાર્ય તત્ત્વ છે. ભૂતકાળમાં અનેક ઐતિહાસિક ઘટનાક્રમો વચ્ચે, જુ દી જાતિ-ધર્મનાં આક્રમણો વચ્ચેય બૃહદ્ માનવતાના સૂક્ષ્મ વિવેક સાથે કેવી સમતુલા રચી તેના આધારે કેટલાંક નિરીક્ષણો થઈ શકે. ભારતના સ્વતંત્રતા આંદોલન દરમિયાન કદાચ પહે લી વાર ભારતવાસીઓ એક સંગઠિત સ્વરૂપે પ્રગટતા થયા અને આજ ે પણ એ પ્રક્રિયા નિરં તર ચાલુ છે. ભારતમાં રહે લું સામાજિક વૈવિધ્ય, તેમાં રહે લી અનેક જીવનરીતો અને જીવનને ધારણ કરતી આસ્થાઓ પ્રચંડ પડકાર ઊભી કરનારી છે. અન્ય રાષ્ટ્રોથી બહુ વિલક્ષણ છે તેનું આ માળખું પણ તેથી તે રાષ્ટ્રની એકતાને તોડનારું છે એવું માની ન શકાય. અલબત્ત, ગરજ હોય છે તેના રાષ્ટ્રવાદના મર્મને પામવાની.

ગાંધીજી ૧૯૧૫માં ભારત પાછા વળ્યા અને પહે લાં આપણે જ્યાં જ ેમ ‘સરસ્વતીચન્દ્ર’ પ્રગટ તેમનામાં રહે લો સ્વતંત્રતા આંદોલનનો ખ્યાલ દેશવ્યાપ ધરતો ગયો. તેમના આ આંદોલન

રાષ્ટ્રવાદ (રવીન્દ્રનાથના રાષ્ટ્રવાદ પરનાં ત્રણ વ્યાખ્યાનો) અનુવાદ : ત્રિદીપ સુહૃદ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2017 પેપર બૅક સાઇઝૹ 6 × 9, પાનાંૹ 80• ૱ 100 ISBN 978-81-7229-813-5

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

થઈ ચૂકી હતી અને બંગાળમાં ‘ગોરા’ (૧૯૧૦) અને ‘ઘરે બાહિરે ’ (૧૯૧૬) જ ેવી નવલકથા પ્રગટ થઈ હતી. ‘ગોરા’, ‘ઘરે બાહિરે ’ના સર્જક રવીન્દ્રનાથ ટાગોર હતા. પછીનાં વર્ષોમાં જ ે વધુ સ્પષ્ટ રીતે સમજાયું. તેની ઘણી વિચારઘન સામગ્રી આ બે નવલકથામાં વણાયેલી છે. ગાંધીજીના આંદોલનથી રાષ્ટ્ર તેની સ્વતંત્રતા માટે ઉદ્યુત થયું. તેની સમાંતર, પણ સાવ પોતીકી રીતે રવીન્દ્રનાથ ટાગોરે જાપાન અને અમેરિકાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રવાદને વ્યાખ્યાતિ કર્યો હતો. ૧૯૧૬નાં તે વ્યાખ્યાનો છે. પ્રથમ વિશ્વયુદ્ધ (જુલાઈ ૧૯૧૪થી નવેમ્બર ૧૯૧૮) ના દારુણ ઘટનાક્રમો વચ્ચે તેમણે જાપાન અને અમેરિકાના લોકોને અને પછી ‘હિં દમાં રાષ્ટ્રવાદ’ હે ઠળ ભારતના લોકોને સંબોધ્યા છે. જાપાન અને અમેરિકાને સંબોધતી વેળા તેઓ વિશ્વયુદ્ધની વિગતો આપી તે​ેની છણાવટ કરવામાં પોતાના ચિંતનને અને 371


ટાગોર જે તે રાષ્ટ્રનાં ઉત્તમ તત્ત્વો સારવવા સાથે

તેના માનવજાત માટે નાં વિઘાતક તત્ત્વો વિશે વાત

કરે તેમાં વિશ્વને સમજતું ચિંતન અને ચિંતા બંને

તદ્રૂપ હોય છે અને ભ્રુકુટિ અત્યંત તંગ. પુસ્તકમાં ત્રણ વ્યાખ્યાનો જે ક્રમે મુકાયાં છે તેમાં પણ

આનુપૂર્વી રચી જે રાષ્ટ્રવાદ સ્પષ્ટ કરવો છે તેનો ક્રમ છે, તેઓ હિં દમાં રાષ્ટ્રવાદ વિશે બોલતાં હોય

ત્યારેય તેના વિચારકોની મર્યાદા વિશે આકરા છે. "આપણા રાષ્ટ્રવાદીઓ આદર્શની વાત કરતી

વખતે વિસરી જાય છે કે રાષ્ટ્રવાદનો પાયો કાચો છે."

રાષ્ટ્રવાદને વિચારને રોકતા નથી. તેઓ સરહદોમાં બંધાઈ જતાં રાષ્ટ્રવાદના પુરસ્કર્તા નથી બલકે વૈશ્વિક માનવતા અને સમાજને સમાવતા રાષ્ટ્રવાદના પુસ્કર્તા છે. આ સમય જ યાંત્રિકીકરણ આધારિત ઔદ્યોગિક અને સામાજિક ક્રાન્તિનાં પગરણનો હતો. એ સમય યુરોપની ભૂમિથી પ્રસરતી બેકાબૂ રાજકીય સંસ્કૃતિનો હતો. આ બંને વાના માનવ અને માનવસમાજને કેવા આઘાતક પડાવો તરફ લઈ જઈ શકે તેની તીવ્ર માનવકરુણાસભર ચિંતા ટાગોર કરે છે. જાપાનમાં રાષ્ટ્રવાદ નિમિત્તે જાણે તેઓ શાપવાણી ઉચ્ચારે છે. “સત્તાની ગગનચુંબી ે ાં યંત્રો, ઈશ્વરઇમારતોનાં ખંડરે , લાલસાનાં તૂટલ કૃ પાના વરસાદમાં પણ ફરી ઊભાં નહીં થાય, કારણ તેમાં જીવન ન હતું, તેઓ તો જીવનવિરોધી હતા, તેઓ શાશ્વત સામેના બળવાના ભગ્ન અવશેષ છે. તેમની જિકર છે, “આધુનિક સભ્યતાના મર્મમાં પૂર્ણ માનવતાનો જીવનરસ પૂરવો રહ્યો.” ત્રિદીપ સુહૃદ વડે મૂળ અંગ્રેજીમાં જ ે ઉપલબ્ધ હતંુ તે પુસ્તક ઠેઠ હમણાં અનુવાદ પામ્યું છે. તેઓ તેમના નિવેદનમાં જ ે સવાલ કરે છે તેનો જવાબ કોણ આપે, કોણ આપી શકે તેનો જવાબ મેળવવો 372

અધૂરો રાખીએ. તેમનો સવાલ છે. “જ ેમ અનુવાદ કરવો તે સાંસ્કૃતિક વિકલ્પ છે તેમ અનુવાદ ન કરવો તે પણ એક સાંસ્કૃતિક પસંદ છે. ગુજરાતે શા કારણે રાષ્ટ્રવાદનો અનુવાદ ન કર્યો તેની ચર્ચા કરવાનો અહીં અવકાશ નથી, પણ તેની નોંધ લેવાય તે પૂરતું છે.” અનુવાદક જ ે કહી રહ્યા છે તે વર્તમાન સંદર્ભમાં આ પુસ્તક વાંચતાં તેમની પણ એક પ્રકારની ‘વાચના’ બની રહે તેમ છે. ટાગોર કવિ છે અને પ્રમુખપણે કવિ જ રહે છે પણ તેઓ માનવપ્રકૃ તિ અને સમાજના ઊંડા મર્મોને પામી રાષ્ટ્રવાદનું દર્શન પ્રગટ કરવા પૂરા સમર્થ છે. તેઓ ગઈ સદીના આરં ભનાં વર્ષોમાં પમાતા એશિયા અને તેમની સામે પશ્ચિમને મૂકે છે. અમેરિકા ત્યારે હજુ રાષ્ટ્ર તરીકે પોતાની ઓળખ રચવાની પ્રક્રિયામાં હતું એટલે ટાગોર કહે છે કે, ‘અમેરિકા ભૂતકાળની, પરં પરાની ઘેરડથી કેટલું મુક્ત છે તે હં ુ જોઈ શકું છુ ,ં તમારી પ્રયોગશક્તિ તમારા યૌવનની નિશાની છે. તમારી ખ્યાતિનો પાયો ભવિષ્યમાં છે, ભૂતકાળમાં નહીં, અને જો આપણામાં ભવિષ્ય-દર્શનની ક્ષમતા હશે તો આવનારા અમેરિકાને આપણે ચાહવું રહ્યું. ટાગોરે ત્યારે જ ે કહ્યું તેનાથી આજ ે બહુ જુ દું કહે તે સ્પષ્ટ છે. તેઓ રાષ્ટ્રવાદની ચર્ચા વેળા સામે યુરોપ અને તેની ત્યારની બંધુના સંસ્કૃતિને જ સામે રાખે છે. પરં તુ તેના ઉત્તમાંશોની પતિજ તેમને નથી એવુંય નથી. તેઓ એક જ ફકરામાં વિરોધાભાસનું સાયુજ્ય રચી શકે છે, “જ્યાં યુરપ પોતાની આંતરપ્રકૃ તિનો વિરોધ કરીને, તેની મજાક ઉડાવીને, સભાનપણે પોતાની સત્તા મજબૂત કરવામાં મગ્ન છે ત્યાં તે આકાશને આંબતી અસમાનતા ઓકી રહ્યું છે, ઈશ્વરના ક્રોધને આમંત્રી રહ્યું છે. પોતાના હૃદયહીન વ્યાપારનો ફે લાવો દુનિયામાં કરીને માણસના સુંદરતાના અને સારપના તમામ ખ્યાલનું હનન કરીને ભૌતિક અને નૈતિક કુરુપતાનો [ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


રોગચાળો ફે લાવી રહ્યું છે.” આટલું કહ્યા પછી તરત ઉમેરે, “જ્યાં તેનો ચહે રો સમગ્ર માનવજાત તરફ છે ત્યાં યુરપ શ્રેષ્ઠ અને કલ્યાણકારી છે અને જ્યાં તેની દિશા કેવળ પોતાના સ્વાર્થ સાધવા તરફ છે ત્યાં યુરપ કનિષ્ઠ અને દુષ્ટ છે અને પોતાના મહાન સામર્થ્યનો ઉપયોગ માનવમાં જ ે અસીમ અને શાશ્વત છે તેના વિરોધી હે તુ માટે કરી રહ્યું છે.” ‘જાપાનમાં રાષ્ટ્રવાદ’ વિશે વાત કરતાં તેઓ આ બધું કહે ત્યારે એશિયાની શક્તિ-મર્યાદાનો અને દીર્ઘ પરં પરા વડે તેણે મનુષ્યત્વના જ ે મૂળભૂત તત્ત્વોની સાધના કરી છે તેનો પૂરો ખ્યાલ છે. આ ત્રણ વ્યાખ્યાનો દરમિયાન તેઓ રાષ્ટ્રવાદને જાણે એક મૂળ કેન્દ્ર ધારી ત્યાંથી વર્તુળો સુધી વિસ્તરી પાછા વળે છે, ધરી રૂપ બોધ માટે ‘પૂર્વ એશિયાનો આગવો પથ રહ્યો છે. તે પોતાની સંસ્કૃતિનું ઘડતર કરી રહી છે. આ સંસ્કૃતિ રાજકીય નહીં પણ સામાજિક છે, ભક્ષણ કરનારી અને યાંત્રિકપણે કાર્યદક્ષ નહીં પણ આધ્યાત્મિક છે. તેનાં મૂળ માનવજાતનાં ઊંડા અને ભાતીગળ સંબંધોની ભૂમિમાં છે.” ટાગોર જ ે તે રાષ્ટ્રનાં ઉત્તમ તત્ત્વો સારવવા સાથે તેના માનવજાત માટેનાં વિઘાતક તત્ત્વો વિશે વાત કરે તેમાં વિશ્વને સમજતું ચિંતન અને ચિંતા બંને તદ્રૂપ હોય છે અને ભ્રુકુટિ અત્યંત તંગ. પુસ્તકમાં ત્રણ વ્યાખ્યાનો જ ે ક્રમે મુકાયાં છે તેમાં પણ આનુપૂર્વી રચી જ ે રાષ્ટ્રવાદ સ્પષ્ટ કરવો છે તેનો ક્રમ છે, તેઓ હિં દમાં રાષ્ટ્રવાદ વિશે બોલતાં હોય ત્યારે ય તેના વિચારકોની મર્યાદા વિશે આકરા છે. “આપણા રાષ્ટ્રવાદીઓ આદર્શની વાત કરતી વખતે વિસરી જાય છે કે રાષ્ટ્રવાદનો પાયો કાચો છે.” કેમ છે કાચો? આ આદર્શોનો ઝંડો ઉઠાવનાર લોકોના સામાજિક આચાર અત્યંત રૂઢિવાદી છે.” આટલું કહી તેને વધુ તર્કબદ્ધ બનાવતાં તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં જ ે ભિન્ન જાતિ છે તે અને હિં દમાં नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

ટાગોર ત્રણે વ્યાખ્યાનમાં કેટલાક મુદ્દાને સતત

ઘૂંટતા રહે છે. હિં દના સંદર્ભે તો તેઓ પ્રથમ

માનસના સ્વતંત્ર હોવાની જિકર કરે છે. "જ્યારે આપણું માનસ આઝાદ ન હોય ત્યારે રાજકીય

સ્વાતંત્ર્ય આપણને મુક્તિ નથી આપતું." તેઓ મર્યાદિત રાષ્ટ્રવાદના પુરસ્કર્તા નથી અને ભવ્ય પરંપરાના ગાનમાં વર્તમાનની વાસ્તવિકતા ચૂકે તેવા ય નથી

આ અંગે જ ે દશા છે તેનું નિરીક્ષણ પ્રગટ કરે છે, “કોઈ પણ પાશ્ચાત્ય રાષ્ટ્રોની ચર્ચા કરતી વખતે અમો વિસરી જઈએ છીએ કે ત્યાંની પ્રજાઓમાં, અમારી જ્ઞાતિઓ વચ્ચે જ ે શારીરિક આભડછેટ છે તેનો સદંતર અભાવ છે, તેઓ કહે છે કે, “અમારાં સામાજિક બંધનો કુંઠિત કરનારા છે, એટલી હદે કે તે માણસને બાયલો બનાવી દે છે.’ તેઓ પોતાનાં વિધાનોને સ્થાપવા એકથી વધુ દૃષ્ટિ-માર્ગ અપનાવે છે અને જાણે ૨૦૧૭ સુધી તેઓ આવી પહોંચે છે. ૭૬મું પૃષ્ઠ, “આપણાથી જુ દા પ્રકારનો ખોરાક લેતી વ્યક્તિઓનું જીવન બોજરૂપ બનાવવા પ્રેરતી આપણા મનની સામાજિક વૃત્તિઓ આપણી રાજકીય સંસ્થાઓમાં પણ જડ ઘાલશે અને જીવન હોવાના ચિહ્નરૂપ એવા તાર્કિક ભેદને કચડવા માટેનાં દમનકારી યંત્રોમાં પરિણમશે. આ દમન આપણા રાજકીય જીવનનાં અસત્યો અને પાખંડમાં અનિવાર્યપણે વધારો કરશે.” તેઓ અહીં નૈતિક આઝાદી શબ્દ પ્રયોજી પૂછ ે છે કે શું નામ માત્રની આઝાદી એટલી અગત્યની છે કે તેને સારુ આપણે આપણી નૈતિક આઝાદીનો ભોગ આપવા તત્પર થઈએ? 373


ટાગોર ત્રણે વ્યાખ્યાનમાં કેટલાક મુદ્દાને સતત ઘૂંટતા રહે છે. હિં દના સંદર્ભે તો તેઓ પ્રથમ માનસના સ્વતંત્ર હોવાની જિકર કરે છે. “જ્યારે આપણું માનસ આઝાદ ન હોય ત્યારે રાજકીય સ્વાતંત્ર્ય આપણને મુક્તિ નથી આપતું.” તેઓ મર્યાદિત રાષ્ટ્રવાદના પુરસ્કર્તા નથી અને ભવ્ય પરં પરાના ગાનમાં વર્તમાનની વાસ્તવિકતા ચૂકે તેવા ય નથી. (ફરી વર્તમાન સમયમાં વાંચી શકાય તેવું તેઓ કહે છે.)—“સાંપ્રત હિં દમાં મોટા ભાગના રાષ્ટ્રવાદીઓનું સામાન્ય મંતવ્ય છે કે અમો સામાજિક અને આધ્યાત્મિક આદર્શોની પરિપૂર્ણતાને આરે આવી પહોંચ્યા છીએ, સમાજઘડતરનું કાર્ય તો અમારા જન્મનાં હજારો વરસ પહે લાં થઈ ચૂક્યું છે અને હવે અમો તમામ કાર્યશક્તિને રાજકીય દિશામાં પ્રવૃત્ત કરવા મુક્ત છીએ. અમારી સાંપ્રત નિઃસહાય હાલત માટે અમારી સામાજિક ક્ષતિઓ ઉપર આળ મૂકવાનો સ્વપ્ને પણ ખ્યાલ નથી આવતો. કારણ કે, રાષ્ટ્રવાદની વિચારધારાનો સ્વીકાર કરી માનતા થયા છીએ કે સામાજિક વ્યવસ્થાને તો અમારા પૂર્વજોએ સર્વકાળ માટે આદર્શ અવસ્થા ઘડી છે.” તેઓ આગળ જતાં ચેતવે છે કે, “અમારા સમાજની જ ે કોઈ નબળાઈ અમો સંઘરી છે તે રાજકારણમાં ભયનું મૂળ બનશે.” ટાગોરના આ કથનને સ્વતંત્રતાના વર્ષથી આજ સુધીના દેશવ્યાપ ઘટનાક્રમોથી ફરી પામી જુ ઓ! તેઓ ૧૯૧૬માં જ્યારે વ્યાખ્યાન આપે છે ત્યારે બ્રિટનનું પૂરું રાજકીય આધિપત્ય ભારતમાં પ્રવર્તે છે અને એટલે યુરપની ટીકા તો સૂક્ષ્મ તર્ક સાથે કરે છે, ‘યુરપ પોતે પાશ્ચાત્ય છે તેવું વિસરી શકતું નથી તેટલું જ નહીં આ વાતનો ઉપયોગ અન્યનું અપમાન કરવા વાપરે છે અને તેની એક પણ તક જવા દેતું નથી.” સમાંતરે તેઓ એ યાદ અપાવતા રહે છે કે હિં દમાં ક્યારે ય રાષ્ટ્રવાદની ભાવના હતી નહીં.” ને એ જ 374

ફકરાના ઉત્તરાર્ધમાં તેઓ ઇચ્છા પ્રગટ કરે છે કે, “મારો વિશ્વાસ છે કે જો મારા દેશવાસીઓ માનવતાના આદર્શો કરતાં દેશ ચડિયાતો છે તેવા શિક્ષણ સામે બાથ ભીડશે તો તેઓ હિં દને સાચા અર્થમાં પામી શકશે.” તેઓ તો ત્યાં સુધી કહે છે કે, “રાષ્ટ્રવાદ એક મહાન દૂષણ છે. ઘણાં વર્ષોથી આ હકીકત હિં દની સમસ્યાના પાયામાં છે. અમારા ઉપર પોતાને કેવળ રાજકીય સંગઠન ગણતી પ્રજાનું શાસન અને આધિપત્ય રહ્યાં છે, આથી અમારા વારસની વિરુદ્ધ જઈને અમો પણ અમારું અંતિમ ધ્યેય રાજકીય છે તેવો ભાવ કેળવવા પ્રયાસ કર્યો છે. “અહીં તેઓ વિવિધ રાજકીય સંસ્કૃતિ ધરાવતા લોકો આધિપત્ય ભોગવે ત્યારે કઈ રીતે વારસાનું વિસ્મરણ થાય છે તેનોય સંદર્ભ રચે છે. સાથે જ પોતાના ધ્રુવ છોડવા વિશે પણ સભાનતા કેળવવાનું કાર્ય કરે છે. આ એવાં વિધાનો છે જ ેના પ્રકાશમાં વીત્યાં ૭૦ વર્ષનું પુનરાવલોકન પણ જરૂરી બને છે. એ તો સહુ રવીન્દ્ર અભ્યાસી જાણે છે કે દેશમાં ટપાલતંત્ર રચાય રહ્યું હતું ત્યારે તેમણે આ તંત્ર નિકટતાનો ભોગ લેશે તેની પીડા વ્યક્તિ કરે લી. તેઓ આ ત્રણ વ્યાખ્યાનો દરમિયાન યંત્રયુગ કેવો સામ્રાજ્યવાદ રચી શકે અને માણસને જ ઉચ્છેદી નાખે તેનો ભય પ્રગટ કરે છે. વિશ્વમાનવસમાજ માટે આ જોખમી છે અને ટાગોરને અપેક્ષિત રાષ્ટ્રવાદ પર તે સંકટ સમું છે. તેઓ દરે ક રાષ્ટ્રમાં રહે લી સર્જનશક્તિનો મહિમા કરે છે અને ‘આધુનિક સભ્યતાના મર્મમાં પૂર્ણ માનવતાનો જીવનરસ પૂરવો રહ્યો. તેણે વિષવૃક્ષ બનવા દેવાનું નથી. પણ પ્રકાશ, મુક્તિ, સ્વચ્છ હવા અને વિશાળ આકાશ તરફ દોરવાનંું છે, જ્યાં તેણે દિવસના પહે લા પરોઢમાં અને રાગીના નિબિડ અંધકારમાં સ્વર્ગની પ્રેરણા મળતી રહે .” ટાગોર અહીં પ્રકૃ તિના લયમાં રમમાણ [ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


મુક્ત માનવસમાજની ઝંખના કરે છે. જ ેમાં જીવન ન હોય તે જીવનવિરોધી છે અને શાશ્વત સામેના બળવાના ભગ્ન અવશેષ છે.” તેવું તેઓ ભ્રુકુટિ તંગ કરી નોંધે છે. તેઓ જાપાનીઓની સરાહના કરી આશાવાદ પ્રગટાવે છે અને એ આશાવાદ આજ ે ભારતમાંય આશા રાખે છે. ટાગોર નિર્જીવ ઉપકરણમાં માનવહૃદય મૂકવાની જિકર કરે છે અને જાપાનને કહે છે કે, “તમો સત્તા અને સફળતાને નહીં પણ સમન્વયવાળા સજીવ વિકાસને અને સત્ય તથા સૌંદર્યને પ્રાધાન્ય આપશો.” ટાગોરનાં એ ત્રણ વ્યાખ્યાનો વર્તમાન સંદર્ભે ફરી આખા જગતને યાદ કરાવવા જ ેવાં છે. તેમણે ત્યારે પશ્ચિમ વિશે જ ે કહે લું. હકીકત તો એ છે કે સંઘર્ષ અને આક્રમણનું તત્ત્વ પાશ્ચાત્ય રાષ્ટ્રવાદના મૂળમાં તથા હાર્દમાં છે, તેના પાયા સામાજિક સહકારની ભાવનામાં નથી. પશ્ચિમે સત્તાનું સર્વાંગ સંપૂર્ણ માળખું વિકસાવ્યું છે, આધ્યાત્મિક આદર્શનું નહીં. તે શિકારી પશુના ટોળા જ ેવું છે, તેને શિકાર કર્યે જ જંપ વળે.” અત્યારે આ વિધાન અમેરિકા સંદર્ભે વધારે વાંચી શકાય તેવું છે. ટાગોર જ ે આધ્યાત્મિક આદર્શની વાત કરે છે તે કંઠ વેદઉપનિષદ કાળના સંદર્ભ સુધી વિસ્તરે છે. અર્થવવેદ કહે છે, “માતા ભૂમિઃ પુત્રોડહે

પૃથિવ્યા”—આ ભૂમિ માતા છે, હં ુ પૃથ્વીનો પુત્ર છુ ,ં હે પૃથિવી, તમારા શરીરમાંથી નીકળનારી જ ે શક્તિની ધારાઓ છે તેની સાથે અમને સંયુક્ત કરો.” ટાગોરની વાણીમાં ઋગ્વેદવાણી જાણે સંમિલિત છે. “અગ્નિઃ પૂર્વેભિત્રર્યુષિભરીડ્યો નૂતનૈરુત’ ભૂતકાળની સાથે ગાંઠ બાંધીને રહે વાની પ્રવૃત્તિ આપણા રાષ્ટ્રના આત્માના વિરુદ્ધ છે. ટાગોરનાં આ વ્યાખ્યાનોમાં રહે લો વર્તમાન બોધ આ અનુવાદને વધુ સાર્થક કરે છે. ત્રિદીપ સુહૃદ ટાગોરના કાકુ ઓ, ભાષાના લયને પકડી અનુવાદભાષા રચે છે. જો ભાષાનું ગોત્ર પામ્યા વિના અનુવાદ થાય તો મૂળ પાઠમાં આઘાત સર્જાય, અહીં તેવું થયું નથી. અત્યારના ઉન્માદી સમયમાં ટાગોર જ ે રાષ્ટ્રવાદની વ્યાખ્યા કરે છે તેને પુનઃ પામવી જોઈએ. પ્રસન્નતા એ પણ હોવી જોઈએ કે ગાંધીજીનું સ્વતંત્રતા આંદોલન વડે જ ે કાર્ય-રૂપ સર્જાયું તેમાં પણ કોઈ મર્યાદિત રાષ્ટ્રવાદ નહોતો. ટાગોર અને ગાંધી પુનઃ પુનઃ પામવા સમજવા જ ેવા છે તે આ પુસ્તક સંદર્ભે વાંચતા થશે. અત્યારે જ ે રાષ્ટ્રવાદ પ્રવર્તાવવાના પ્રયાસો ચાલે છે તેના પ્રર્વતકોને સમજાવું જોઈએ કે ટાગોરનો રાષ્ટ્રવાદ તેમને વાંચી રહ્યો છે! Email: bakultailor19@gmail.com

અન્ટુ ધિસ લાસ્ટ જૉન રસ્કિન, અનુ. ચિત્તરં જન વોરા

નવજીવનનાં કે ટલાંક નવાં પ્રકાશનો

અનુબંધ  ઈલા ર. ભટ્ટ, અનુ. નીલમ ગુપ્તા વૈકુંઠ તારા હૃદયમાં છે લીઓ ટૉલ્સ્ટૉય, અનુ. ચિત્તરં જન વોરા

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

Letters to Gandhi

400

170

Pioneers in Satyagraha (PODથી પ્રાપ્ય)  E. S. Reddy, Kalpana Hiralal ₨ 1000

150

ગાંધીજી અને મજૂ રપ્રવૃત્તિ (PODથી પ્રાપ્ય) શંકરલાલ બૅંકર

350

200 375


માનવધર્મની સાર્થકતા પ્રરૂપતી શ્રેણી ઃ કે દારનાથ ગ્રંથમાળા

પુસ્તક પરિચય

રમેશ બી. શાહ પોતાના સમકાલીનોની સરખામણીએ ભલે ઓછા જાણીતા પણ વિચાર અને તેના અમલની દૃષ્ટિએ ઘણા તેજીલા કેદારનાથનું ચિંતન, ગાંધીજી અને કિશોરલાલ મશરૂવાલાનેય પોતાના વિચારોમાં સુધારો લાવવા પ્રેરતું હતું. ધર્મ પ્રત્યે ઊંડી શ્રદ્ધા, છતાં તર્કના પાયા પર રચાયેલા તેમના વિચાર અને આચારમાં રહે લી સામ્યતા તેમના જ્ઞાનને દીપાવતી હતી. ચાર પુસ્તકોનો સંપુટ ધરાવતી કેદારનાથ ગ્રંથમાળા નવજીવને પુનર્મુદ્રિત કરી છે ત્યારે તેનો પરિચય સૂચક બની રહે છે. …

મહારાષ્ટ્રના એક મોટા વિચારક અને રાષ્ટ્રભક્ત કેદારનાથજી તેમના જીવનકાળ દરમિયાન પ્રસિદ્ધિથી દૂર રહ્યા હોઈ દેશના અન્ય ભાગોમાં ઝાઝા જાણીતા થયેલા નહીં. એમના પરિચિતોમાં નાથજી જ ેવા આદરસૂચક નામથી જાણીતા કેદારનાથજીની મહત્તા બે હકીકતો પરથી સમજી શકાશે. ગુજરાતના સાચા અર્થમાં ચિંતક કિશોરલાલ મશરૂવાળાએ તેમને

કેદારનાથ જન્મ શતાબ્દી ગ્રંથમાળા 1. વિવેક અને સાધના 2. કેદારનાથ (જીવનનાં કેટલાંક સંસ્મરણો) 3. વિચારદર્શન 4. સુસંવાદ 1951માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ વર્ષ: 2011, પેપરબૅક બાઇન્ડિંગ, સાઇઝૹ 5×7, ચારે ય પુસ્તકોનાં થઈને કુ લ પાનાંૹ 930થી વધુ, ₨ 140

376

પોતાના ‘પરમ હિતચિંતક અને માર્ગદર્શક ગુરુદેવ’ માન્યા હતા. કેદારનાથજી જ્યારે આશ્રમમાં સાથે હોય ત્યારે ગાંધીજી વ્યક્તિગત, સામાજિક, માનસિક, ધાર્મિક અથવા આધ્યાત્મિક સ્વરૂપના પ્રશ્નોની ચર્ચા કેદારનાથજી સાથે કરતા. ૧૯૪૨માં ગાંધીજી જ ેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે કેટલાક દિવસો મૌન પાળેલું. એ મૌન દરમિયાન તેઓ જ ે બે કલાક બોલવાની છૂટ રાખતા તેમાંથી એક કલાક કેદારનાથજી સાથે ચર્ચામાં ગાળતા. ગુજરાતમાં કિશોરલાલ મશરૂવાળાના ગુરુ તરીકે જાણીતા થયેલા કેદારનાથજી મહારાષ્ટ્રમાં એમની રાષ્ટ્રભક્તિ અને સાધના માટે જાણીતા હતા. તેમનો જન્મ ૧૮૮૩ના ડિસેમ્બરની ૨૫મી તારીખે (ઈશજ ુ યંતીના દિવસે) થયેલો. વિદ્યાર્થીકાળથી જ તેમને દેશની પરતંત્રતા ખૂંચતી હતી અને દેશને અંગ્રેજોની ગુલામીથી છોડાવવા માટે કંઈક કરી છૂટવું જોઈએ એમ તેમને વિદ્યાર્થી અવસ્થામાં જ લાગતું હતું. વિદ્યાભ્યાસમાં તેજસ્વી હતા પણ સત્તર વર્ષની ઉંમરે જ એમને એમ લાગ્યું કે દેશને સ્વતંત્ર કરવાની દૃષ્ટિએ આ શિક્ષણ નકામું છે. આ શિક્ષણ તો દેશ પર અંગ્રેજોના શાસનને ટકાવી રાખનારું છે. તેથી તેમણે શિક્ષણનો ત્યાગ કર્યો. ગાંધીજીએ દેશની આઝાદી માટે શિક્ષણસંસ્થાઓનો ત્યાગ કરવાની હાકલ ૧૯૨૦માં કરે લી. એ પૂર્વે બે દસકા અગાઉ કેદારનાથજીએ અંગ્રેજી શિક્ષણ છોડી [ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


દીધેલું. આ હકીકતનું મહત્ત્વ બીજી રીતે પણ છે. જ ે વિચાર સત્ય અને સ્વીકારવા યોગ્ય લાગે તેનો ગાંધીજી જ ેમ તત્કાળ અમલ કરતા હતા તેમ કેદારનાથજી પણ વિચાર અને આચરણ વચ્ચે અંતર રાખતા નહોતા. એ વખતે એમનો ખ્યાલ એવો હતો કે અંગ્રેજોને આ દેશમાંથી હાંકી કાઢવા માટે તેમની સામે સશસ્ત્ર સંઘર્ષ કરવો પડશે. એ હે તુથી પ્રેરાઈને તેમણે પોતે વ્યાયામસાધના કરી અને જુ દાં જુ દાં ગામો, નગરોમાં જઈને યુવાનોને વ્યાયામમાં પ્રવૃત્ત કર્યા, જ ેથી તેમાંથી એક સૈનિકદળ તૈયાર કરી શકાય. આ પ્રવૃત્તિ દરમિયાન તેમણે યુવાનોમાં રાષ્ટ્રભક્તિ પ્રેરીને આઝાદી માટે તેમને પ્રેરવાની કામગીરી ચાલુ રાખી હતી. પરં તુ સમય જતાં તેમને અંગ્રેજો સામેના હિં સક સંઘર્ષની નિરર્થકતા સમજાઈ ગઈ. તેમણે તેમનાં સંસ્મરણોમાં નોંધ્યું છેૹ … વ્યાયામ પ્રવૃત્તિ દ્વારા લોકોમાં દેશસેવાની ભાવના જગાડતો હતો અને મારા કામમાં મને સારા પ્રમાણમાં સાથીઓનો સહકાર પણ મળવા લાગ્યો હતો. તોપણ બેચાર અધિકારીઓના ખૂન કરવાથી દેશ સ્વતંત્ર થશે, એવું મેં કદી જ માન્યું નહોતું… સંગઠન કરી રાજ્ય બદલવું એમ લાગ્યા કરે પણ અંગ્રેજોની તુલનામાં અમારી તાકાત ખૂબ જ ઓછી એ પણ બરોબર સમજાય. શસ્ત્ર દ્વારા ‘રાજ્ય ઊથલાવી નાખવું એમ થાય, પણ શત્રુની સરખામણીમાં અમારી શક્તિ ઘણી ઊણી એવું લાગે.

(કેદારનાથ, પૃ. ૮૧)

વળી, સશસ્ત્ર ક્રાન્તિનું કામ ખૂબ જ ગુપ્તપણે કરવું પડે, તેમાં સામેલ થનારાઓ ખૂબ જ વિશ્વાસુ અને બોલવામાં તકેદારી રાખનારા હોવા જોઈએ. શસ્ત્રસરં જામ મેળવવા માટે તેમ જ લડતમાં સામેલ થનારાઓને નિભાવવા માટે પૈસાની જરૂર પડે. એ नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

એકાન્તવાસ સેવીને તેમણે કરેલી સાધના નિષ્ફળ નીવડી નહોતી. બુદ્ધને જેમ સાધનાના અંતે �ાન લાધ્યું

હતું

તેમ

કેદારનાથજીને

પણ

તેમની

સાધનામાંથી માનવધર્મનું �ાન લાધ્યું. એ સાધનામાં તેમની વિવેકબુદ્ધિ કેળવાઈ હતી, જેની મદદથી

તેમણે જગત અને જીવનનું પોતાની રીતે દર્શન

કર્યું અને તેમાંથી તેમને માનવતા પર આધારિત માનવધર્મ સાંપડ્યો

નાણાં ક્યાંથી મેળવવાં તે એક પ્રશ્ન હતો. એવા જોખમી કામમાં સ્વેચ્છાએ મદદ કરનાર વિરલા જ હોય. આ બધા અનુભવો અને વિચારો પછી દેશની આઝાદી માટે તેમણે નવા માર્ગની શોધ આદરી. એ નવો માર્ગ ઈશ્વરનો આદેશ મેળવવાનો અને તેની પાસેથી શક્તિ મેળવવાનો હતો. સંસ્મરણોમાં તેમણે નોંધ્યું છેૹ પરમેશ્વરની કૃ પા સિવાય હવે કોઈ ઉપાય નથી, આશા નથી એમ લાગવા માંડ્યું. ‘દાસબોધ’, ‘જ્ઞાનેશ્વરી’ અને તેના જ ેવા બીજા ધાર્મિક ગ્રંથો વાંચવાનો ક્રમ તો પહે લેથી જ ચાલુ હતો. તે બધામાંથી સંગ્રહાયેલા સંસ્કારોએ માથું ઊંચક્યું. એકાન્તવાસ વેઠી કંઈક સાધના કરી ઈશ્વરનો આદેશ પ્રાપ્ત કરવો, કંઈક દૈવી શક્તિ મેળવવી અને તે વડે ભવિષ્યનો રસ્તો સ્પષ્ટ થશે, મળશે એ વિચારે અને નિશ્ચયે મેં આરાધનાનો માર્ગ લીધો. (કેદારનાથ, પૃ. ૯૪) આ આરાધના તેમણે મહારાષ્ટ્રમાં તેમ જ હિમાલયમાં જઈને એકાન્તવાસ સેવીને કરી. દસબાર વર્ષ તેમણે એમાં વિતાવ્યાં. એમાં જ ે અનુભવો થયા તેને વિવેકબુદ્ધિથી તપાસ્યા. એમાંથી તેમણે 377


જ ે નિષ્કર્ષ કાઢ્યો તે તેમણે નીચે પ્રમાણે વર્ણવ્યો છેૹ ઈશ્વર સાક્ષાત દર્શન આપીને આપણને જ્ઞાન, બળ અને સામર્થ્ય આપે છે એ શ્રદ્ધાથી હં ુ પ્રથમ તેનાં દર્શન પાછળ પડ્યો. શ્રદ્ધા, સતત ચિંતન, ધ્યાન, અનુસંધાન, એકાગ્રતા અને બીજાં સાધનોને લીધે દર્શનના જ ેવા અનેક અનુભવો મને થયા. પણ તે આપણી જ કલ્પનાથી નિર્માણ કરે લા થોડા વખત પૂરતા અર્ધજાગ્રત અવસ્થાના આભાસો માત્ર છે, એવું તે અનુભવોને વિવેકદૃષ્ટિથી બધી બાજુ એથી તપાસતાં મને જણાયું. તે બધા અનુભવોને રં ગ, રૂપ મેં જ આપેલાં હોવાથી એ બધાનો કર્તા હં ુ જ છુ ં એ મારા ધ્યાનમાં આવ્યું… ઈશ્વર, આત્મા, બ્રહ્મ એ તત્ત્વો જુ દાં જુ દાં નથી, પરં તુ એક જ મહાન વ્યાપક તત્ત્વને આપણે આપેલા જુ દા જુ દા સંકેત છે. એ તત્ત્વ દેખાય તેવું નથી, ભાસે તેવું નથી… આપણે પોતે તે જ શક્તિ છીએ. તેથી આપણું જ આપણને દર્શન થાય એ સંભવિત નથી ; એ પણ મને સમજાયું.

(વિવેક અને સાધના, પૃ. ૩૬)1

૧૯૧૬માં હરિદ્વારમાં ભરાયેલા કુંભમેળામાં તેઓ એવા કોઈ મહાત્માની શોધમાં ગયેલા જ ેમની પાસેથી દેશનો ઉદ્ધાર કરવા કોઈ માર્ગદર્શન મળી જાય. પણ કુંભમેળામાંથી ઘેર પાછા ફર્યા તે વખતના તેમના મનોભાવો નોંધવા જ ેવા છે. તે પહે લાં એક હકીકત નોંધવી જોઈએ. કુંભમેળામાં તેઓ જ ે તંબુમાં રહ્યા હતા તેની બાજુ માં ‘કર્મવીર ગાંધી તેમની સાથે આફ્રિકાથી આવેલા સાથીઓની સાથે રહે તા હતા.’ …મારી કોઈ પણ મહાત્મા સાથે મુલાકાત ન થઈ કે તેમનું દર્શન ન થયું ને પાછો આવ્યો 1. વિ.સા. = વિવેક અને સાધના, વિ.દ. = વિચારદર્શન 378

એવું મારા મનને લાગ્યું. અમે જ ેની પાસે દરરોજ રહે તા હતા તે થોડા દિવસોમાં જ દેશનો ઉદ્ધાર કરવાવાળા મહાત્મા થશે, થોડાં વર્ષોમાં જગતમાં મહાત્મા તરીકે પ્રખ્યાત થશે, એવી તે વખતે મારા મનમાં કલ્પના સુધ્ધાં આવી નહીં. તેથી મને આજ ે ખૂબ આશ્ચર્ય થાય છે. જ ે મૂળ ઉદ્દેશથી હં ુ કુંભમેળામાં ગયો હતો તે મારો ઉદ્દેશ સફળ થયો હતો. પણ તે વખતે તે બાબત મારા ધ્યાન બહાર રહી ગઈ. (કેદારનાથ, પૃ. ૧૨૬) પરં તુ એકાન્તવાસ સેવીને તેમણે કરે લી સાધના નિષ્ફળ નીવડી નહોતી. બુદ્ધને જ ેમ સાધનાના અંતે જ્ઞાન લાધ્યું હતું તેમ કેદારનાથજીને પણ તેમની સાધનામાંથી માનવધર્મનું જ્ઞાન લાધ્યું. એ સાધનામાં તેમની વિવેકબુદ્ધિ કેળવાઈ હતી, જ ેની મદદથી તેમણે જગત અને જીવનનું પોતાની રીતે દર્શન કર્યું અને તેમાંથી તેમને માનવતા પર આધારિત માનવધર્મ સાંપડ્યો. આ સાધનામાંથી એક નવા કેદારનાથનો જન્મ થયો, જ ેમણે ધાર્મિક ગ્રંથો અને કથાઓમાંથી સાંપડેલા મોટા ભાગના સંસ્કારો ત્યજી દઈને માનવધર્મની હિમાયત કરી. તેમણે નોંધ્યું છેૹ મારી પૂર્વકલ્પના પ્રમાણે પરમેશ્વરનાં દર્શન અને તેનો આદેશ એ મારો હે તુ પહે લાંના અનુભવે જોકે ભ્રામક ઠર્યો, તોપણ તે નિમિત્તે જ ે જ ે પ્રયત્નો મારે કરવા પડ્યા તે તે પ્રયત્નો અને પરિશ્રમમાંથી માનવ-પ્રકૃ તિ, માનવ-મન વગેરેનું જ્ઞાન થયું. વ્યક્તિ, કુટુંબ, ગામ, દેશ, રાષ્ટ્ર અને માનવજાતમાંથી કોઈનાયે કલ્યાણનો વિરોધ ન કરી શકનારા માનવધર્મનો વિચાર કરવા માટે તે જ્ઞાનનો ઉપયોગ મને થયો. તે જ્ઞાન વડે વ્યક્તિનું કલ્યાણ કરવાનું જ ેમાં સામર્થ્ય છે એવો માનવધર્મ શોધવાનો અને તેની પાછળ જવાનો મારામાં વિશ્વાસ જન્મ્યો. (કેદારનાથ, પૃ. ૧૧૨) [ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


કેદારનાથજીના ઉપદેશ અને આચરણમાં તફાવત નહોતો. તેમણે લગ્ન કર્યાં નહોતાં એની પાછળનું કારણ જાણવા જ ેવું છે. એમની માતાનું એક પુત્રને જન્મ આપતાં અવસાન થયેલું. કુટુંબની એક મહિલા વિધવા થવાનું દુ:ખ ભોગવી રહી હતી. પોતાના લગ્નને લીધે કોઈ સ્ત્રીનું પ્રસૂતિને કારણે મૃત્યુ થાય અથવા તે વિધવા થાય એ વાત એમને નાની ઉંમરે અસહ્ય લાગેલી. મોટા થયા પછી તેઓ અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિ કરવા માટે પ્રવૃત્ત થયેલા. એ પ્રવૃત્તિમાં તો ગમે ત્યારે મૃત્યુને ભેટવા તૈયાર રહે વાનું હતું. તેથી પરણવાનો વિચાર પણ કરવાનો નહોતો. આમ પોતાને કારણે કોઈને દુ:ખ ન પહોંચે એ માટે તેઓ સભાન રહે તા હતા. એક પ્રસંગ વિદ્યાર્થીકાળનો છે. એક શિક્ષકે વિદ્યાર્થીઓને ગૃહકાર્ય આપેલું. અન્ય વિદ્યાર્થીઓ એ કયા વારે બતાવવાનું છે તે વિશે અવઢવમાં હતા પણ કેદારનાથજી એ વિશે સ્પષ્ટ હતા. તેઓ ગૃહકાર્ય કરીને ગયેલા. નિયત વારે શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે લેસન માગ્યું. કેદારનાથજી સિવાયના બધા વિદ્યાર્થીઓ લેસન કર્યા વગર ગયા હોવાથી તે ન બતાવી શક્યા. કેદારનાથજી લેસન કરીને ગયા હોવા છતાં તેમણે પોતાનું લેસન ન બતાવ્યું અને શિક્ષા રૂપે હાથ પર સોટીનો માર ખાઈ લીધો. પાછળથી આ વાત શિક્ષકના જાણવામાં આવી ત્યારે તેમણે કેદારનાથજીને તેનું કારણ પૂછ્યું. જવાબમાં તેમણે જણાવ્યું કે મેં લેસન બતાવ્યું હોત તો તમે બધા વિદ્યાર્થીઓને તેમની બેદરકારી માટે વધારે શિક્ષા કરતા તેમને વધુ શિક્ષામાંથી બચાવી લેવા માટે મેં સજા સહી લેવાનું પસંદ કર્યું. કેદારનાથજી પર એમની જ્ઞાતિ વતી સહિયારા મંદિરનું તાળું તોડવા અંગે બ્રાહ્મણોએ ફોજદારી કેસ કરે લો. બ્રાહ્મણોએ એમની મુદત પૂરી થયા પછી પણ અન્ય જ્ઞાતિને તેનો કબજો નહીં સોંપેલો नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

તેથી તાળું તોડીને કબજો મેળવવાનો પ્રશ્ન ઊભો થયેલો. ફરિયાદ પક્ષના વકીલે ખોટા સાક્ષીઓ ઊભા કરીને કોર્ટમાં કેસ ચલાવેલો. સત્યના એક આગ્રહી તરીકે કેદારનાથજીએ પોતે તાળું તોડ્યું હતું એ વાત સ્વીકારી લીધી. પણ ઊભા કરવામાં આવેલા સાક્ષીઓ તેમણે જ ે નહોતું જોયું તે જોયું હતું એવું સાવ ખોટું બોલ્યા તે અંગે તેમણે દુ:ખ વ્યક્ત કર્યું. પણ આ કેસના સંદર્ભમાં કેદારનાથજીનો સમભાવ જ ે રીતે ઊપસી આવ્યો તે નોંધપાત્ર છે. બન્યું એવું કે ફરિયાદ પક્ષના વકીલને કોર્ટમાં કેસ ચાલ્યો તે સાંજ ે જ ગરદનમાં લચક આવી. મંત્રપ્રયોગથી કેદારનાથજી લચક દૂર કરી શકતા હતા એ વાત બધા જાણતા હતા. પણ વકીલ પોતે તેમને બોલાવવામાં સંકોચ અનુભવતા હતા. તેમણે દવાઓ કરી પણ તેનાથી લચક દૂર ન થઈ. છેવટે તેમણે કેદારનાથજીને બોલાવ્યા, તેઓ વકીલના ઘેર ગયા અને મંત્રપ્રયોગ કરીને તેમની લચક દૂર કરી. આમ, જ ે માનવીય સદ્ગુણો કેળવવા પર તેમણે જીવનભર ભાર મૂક્યો હતો તે તેમણે પોતાના જીવનમાં આચર્યા હતા. લોકોમાં પ્રસરે લી અંધશ્રદ્ધાનો લાભ લઈને તેઓ ભક્તોનો એક મોટો સમુદાય ઊભો કરીને ભગવાન થઈ શક્યા હોત અથવા તેઓ અસંખ્ય શિષ્યોના ગુરુપદે બિરાજી શક્યા હોત. પણ તેઓ એમણે સાધેલી ચિત્તશુદ્ધિથી અને તેમણે કેળવેલા વિવેકથી આવાં પ્રસિદ્ધિનાં સ્થાનોથી દૂર જ રહ્યા. તેમણે ગુરુપદ ગ્રહણ કર્યા વિના વ્યક્તિગત રીતે સાધકો અને જિજ્ઞાસુઓને માર્ગદર્શન આપવાનું પસંદ કર્યું. આ હે તુ માટે તેમણે પ્રવચનો કર્યાં, લેખો લખ્યા, જિજ્ઞાસુઓના પત્રોના ઉત્તરો આપ્યા. એ બધાના સંપાદનમાંથી આપણને તેમનું પુસ્તક વિચારદર્શન મળ્યું. કિશોરલાલ મશરૂવાળા અને રમણીકલાલ મોદીના આગ્રહથી તેમણે વિવેક અને સાધના લખ્યું. 379


મિત્રોના જ આગ્રહથી તેમણે પોતાના જીવનનાં સંસ્મરણો લખ્યાં. (કેદારનાથૹ જીવનનાં કેટલાંક સંસ્મરણો) નીલકંઠ મશરૂવાળાએ તેમની સાથે કરે લી પ્રશ્નોત્તરી સુસંવાદ પુસ્તિકા રૂપે પ્રગટ થઈ છે. આ ચારે ય પુસ્તકોનો તેમના વિચારના સંદર્ભમાં પરિચય મેળવીશું. કેદારનાથ સદીઓથી દેશમાં ચાલ્યાં આવતાં અનેક ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાઓ અને ભ્રમોમાંથી તેઓ મુક્ત થયા એ તેમની સાધનાનું પ્રથમ નજરે નકારાત્મક જણાતું પરિણામ છે, પણ ભ્રમોનું, અજ્ઞાનનું નિરસન તેમના માટે તેમ જ આપણા સહુ માટે ફળદાયી નીવડ્યું છે. એ ભ્રમનિરસનમાંથી તેમને માનવધર્મ અને માનવજીવનનો ઉદ્દેશ સાંપડ્યો તે એમની સાધનાની મહત્ત્વની ઉપલબ્ધિ હતી. તેમણે હિં દુ ધર્મની સદીઓથી ચાલી આવતી જ ે કેટલીક પાયાની માન્યતાઓનો અસ્વીકાર કર્યો હતો તેની પ્રથમ નોંધ લઈએ. એમણે ઈશ્વરના નામે ઓળખાતી પરમ શક્તિનો ઇન્કાર કર્યો નથી, પણ માણસને તેનો સાક્ષાત્કાર થઈ શકે એ માન્યતા સ્વીકારી નથી. તેમણે લખ્યું છેૹ અનંત વિશ્વમાં ભરે લા સત્તત્ત્વનું—પરમ શક્તિનું—સંપૂર્ણ અને યથાર્થ જ્ઞાન માનવી મનને થાય કે તેની યોગ્ય કલ્પના કરી શકે એવું સાધન જ માણસ પાસે નથી. (વિ. સા. પૃ. ૫૩) તેમના આ મતના સમર્થનમાં ગીતાના ૧૧મા અધ્યાયના શ્રીકૃ ષ્ણના શબ્દો ટાંકી શકાય, જ ેમાં અર્જુનને કહે છે કે તું તારાં આ ચર્મચક્ષુથી મારા વિશ્વરૂપનું દર્શન નહીં કરી શકે. એ દર્શન કરવા માટે હં ુ તને દિવ્ય ચક્ષુ આપું છુ .ં કેદારનાથજીનો મુદ્દો એ છે કે સાધનાથી સાધકને એવાં કોઈ દિવ્ય ચક્ષુ સાંપડતાં નથી જ ેથી એ પરમ શક્તિનાં દર્શન કરી શકે. 380

પણ કેદારનાથજીએ તો પરમાત્માને ખોળવાની જરૂરિયાતનો જ અસ્વીકાર કર્યો છેૹ …ચિત્તશુદ્ધિ અને સદ્ગુણોની પૂર્ણતા સધાયા પછી પરમાત્મા વળી જુ દો ક્યાંય શોધવાનોજોવાનો બાકી રહે તો નથી. અનંત વિશ્વમાં ભરીને રહે લી મહાન શક્તિ અને આપણા અંતરમાંથી પ્રેરણા આપનારી શક્તિ એ બંને જુ દી જુ દી નથી. તે સંપૂર્ણ શક્તિ એટલે પરમાત્મા. (સુસંવાદ, પૃ. ૨૯) અલબત્ત, માનવી ઈશ્વરનું કે કોઈ મહાન શક્તિનું આલંબન શાથી શોધે છે તે તેમણે સ્પષ્ટ કર્યું જ છેૹ દુૹખોનું નિવારણ અને સુખ કાયમ ટકવાનો આધાર કેવળ પોતાના પુરુષાર્થ પર નથી, પણ કાબૂ બહારના સંજોગો પર છે ત્યાં સુધી માણસને મહાન – શક્તિશાળી, આલંબનની જરૂર લાગ્યા કરવાની. (વિ. સા. પૃ.૧૫) પરં તુ ભારતમાં આ આલંબનમાંથી જ ે ઈશ્વરભક્તિ નીપજી છે તેણે તેમના મત પ્રમાણે ભારતની પ્રજા માટે હાનિકારક પરિણામો સર્જ્યાં છે. એનું એક પરિણામ એ આવ્યું છે કે ભારતમાં લોકોએ અનેક માણસોને ભગવાન બનાવી દઈને તેમની પૂજા કરી છે. આના સંદર્ભમાં તેમણે બે માર્મિક પ્રશ્નો પૂછ્યા છેૹ પરમેશ્વરના અવતાર કે ઈશ્વરી સામર્થ્યનો સંચાર જ ેનામાં થયો છે એવી વિભૂતિઓ હિં દુસ્તાન સિવાય બીજ ે ક્યાંય પેદા થતી નથી એ પરથી હિં દુસ્તાનને પુણ્યભૂમિ માનવી કે પાપભૂમિ માનવી? કે હિં દુસ્તાન એ ભોળા લોકોનું બજાર છે એમ સમજવું? (વિ. સા. પૃ. ૩૧)

આપણા દેશમાં લોકોએ કેવળ કેટલાક માનવીઓને જ ભગવાન બનાવ્યા નથી, પણ પોતાની [ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


કામનાઓ પૂરી કરવા માટે અસંખ્ય દેવદેવીઓની કલ્પના કરીને તેમની મૂર્તિઓ બનાવીને આરાધના કરવાની પરં પરા સર્જી છે. આ પરં પરાનું પરિણામ વર્ણવતાં તેમણે લખ્યું છેૹ ઈશ્વરપ્રેમ અને ઈશ્વરનિષ્ઠાને લીધે સમાજ ઉન્નત થાય છે, તેમાં સદ્ગુણ રહે છે અને વૃદ્ધિ પામે છે. પણ કેવળ આરાધનાની પાછળ પડેલો સમાજ કામનિક અને દુર્બળ બને છે. (વિ. સા. પૃ. ૪૩)

અહીં કાર્યકારણના સંબંધને ઊતરાવી શકાય તેમ છે. એક પ્રજા તરીકે આપણે દુર્બળ હોવાથી આપણી કામનાઓની તૃપ્તિ માટે આપણા પોતાના પુરુષાર્થ પર આધાર ન રાખતાં દેવદેવીઓ, ગુરુઓ અને માનવઈશ્વરોની પાછળ લાગ્યા છીએ. આ દૃષ્ટિએ છેલ્લાં પાંચસોસાતસો વર્ષમાં આપણે કેટલાં દેવદેવીઓ, ગુરુઓ અને માનવઈશ્વરો સજ્યાં છે તેનો ઇતિહાસ તપાસવા જ ેવો છે. કર્મકાંડ સ્વરૂપે થતી આપણી કામનિક ઈશ્વરભક્તિનું એક અનિષ્ટ પરિણામ આવ્યું છે. નૈતિક આચરણ કર્યા વિના કેવળ ઈશ્વરભક્તિ કરીએ તોપણ પુણ્ય કમાઈને સુખી થઈ શકીએ. એવી માન્યતાને કારણે આપણા સમાજમાં અનૈતિક આચરણ વ્યાપક બન્યું છે. કેદારનાથજીએ લખ્યું છેૹ કર્મકાંડથી પરમેશ્વર સંતુષ્ટ થાય છે, પુણ્ય પ્રાપ્ત થાય છે, પાપમાંથી મુક્ત થવાય છે, એવી ખોટી શ્રદ્ધા રાખીને સમાજ સાથે પ્રામાણિક રહે વાનો વિચાર જ આપણે કદી કરતા નથી. ક્રિયાકાંડથી પ્રાપ્ત થતા પુણ્યના બળે ઇહલોકમાં અને પરલોકમાં આપણને સુખ જ મળશે એ શ્રદ્ધા પર આપણે સમાજદ્રોહ કરીએ છીએ. (વિ. દ. પૃ. ૪૫)

હિં દુ ધર્મના પાયામાં રહે લાં કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતનો તેમણે અસ્વીકાર કર્યો છે. વ્યક્તિને એનાં नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

કર્મોનું ફળ આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં ભોગવવું જ પડે છે, એટલે કે વ્યક્તિ તેનાં જ ે કર્મોનું ફળ તેના વર્તમાન જન્મમાં ન ભોગવી લે તે ભોગવવા માટે તેને પુનર્જન્મ લેવો પડે છે. હિં દુ ધર્મનો આ એક પ્રસ્થાપિત મત છે. તેથી કર્મમાંથી ઉદ્ભવતાં બંધનોમાંથી મુક્ત થવાના માર્ગો આપણે શોધ્યા છે. કેદારનાથજીએ આ પ્રસ્થાપિત મત સ્વીકાર્યો નથી. તેને બદલે તેમણે સામૂહિક કર્મો અને તેનાં સામૂહિક પરિણામો – ફળોનો ખ્યાલ રજૂ કર્યો છેૹ દરે ક માણસનાં જુ દાં જુ દાં કર્મો માનવામાં આવે અને તેનાં ફળ ભોગવવા માટે તેને પુનર્જન્મ ક્રમ પ્રાપ્ત હોય એવો નિયમ વિશ્વમાં હોય એમ લાગતું નથી. આપણા બધાનાં અને વિશ્વનાં કર્મો એટલાં બધાં સેળભેળ છે અને એકબીજા સાથે ગૂંચવાયેલાં છે કે તેમાંનું કયું કર્મ આપણું એકલાનું અને તેમાંના કયા કર્મનું કયું પરિણામ, એની કોઈ પણ શોધ કરી શકે એમ લાગતું નથી. કોઈ પણ કર્મ કે કાર્ય સ્વતંત્ર, એકલું, કે જુ દું હોતું નથી, પણ અનેક નાનાંમોટાં કારણનું એટલે કે જુ દાં જુ દાં કર્મોનું અને ક્રિયાઓનું પરિણામ હોય છે… આવી સ્થિતિમાં કોઈ પણ કર્મ તત્ત્વતૹ કોઈનું એકલાનું હોઈ શકતું નથી. (વિ. સા. પૃ. ૧૧૭)

આ મુદ્દાને સમજવા જ ેવો છે. વ્યક્તિ જ ે કર્મો કરે છે તેનો ઘણો મોટો ભાગ જ ે તે સમાજની સાંસ્કૃતિક પરં પરા પ્રમાણે થયેલો હોય છે. દા. ત., આપણે માંસાહાર ન કરતા હોવાથી પશુઓની હિં સાનો દોષ વહોરતા નથી, જ ે લોકો માંસાહારી છે તેમને જીવોની હિં સા પર નભવું પડે છે. ભારતના સમાજમાં વૃદ્ધ માતાપિતાને સાચવવાં તે પુત્રોની નૈતિક ફરજ છે, પરં તુ પશ્ચિમના સમાજમાં સંતાનો પર એવી કોઈ નૈતિક જવાબદારી લાદવામાં આવેલી નથી. 381


હિરોશીમા પર ઝિંકાયેલા અણુબૉમ્બથી લાખો માણસો મૃત્યુ પામ્યા અને અનેક વર્ષો સુધી એની અસર નીચે ખોડખાંપણવાળાં કે રોગિષ્ઠ બાળકો જન્મ્યાં તેને કોનાં કર્મોનું ફળ ગણીશું? આપણી આધ્યાત્મિક અને ધાર્મિક વિચારણામાં બુદ્ધિને અને બુદ્ધિપ્રામાણ્યને અપ્રસ્તુત લેખીને સાધકને થતી અનુભૂતિને જ પ્રમાણભૂત માનવામાં આવી છે. એ જ રીતે ધાર્મિક બાબતોને શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લેવાની હોય છે. કેદારનાથજીએ આ મત સ્વીકાર્યો નથી. સાધક અવસ્થામાં તેમને જ ે અનુભવો અને દર્શન થયાં તેને તેમણે પોતાની વિવેકબુદ્ધિથી ચકાસ્યાં અને એવા નિર્ણય પર પહોંચ્યા કે એ બધાં પોતાના મનનાં જ સર્જનો હતાં અને તેથી ભ્રમો હતા. તેથી તેમણે વિવેક પર ભાર મૂકીને કહ્યું છેૹ જીવનમાં સદૈવ ઉપયોગી થનારો વિવેક બુદ્ધિના સામર્થ્ય સિવાય ચિત્તમાં ટકી શકશે નહીં. માટે વિવેકની આવશ્યકતા કહી કે તેને લગતા બુદ્ધિ સામર્થ્યની આવશ્યકતા છે જ એમ ઠરે છે. (વિ. દ. પૃ. ૩૫)

કેદારનાથજીનો વિશેષ બૌદ્ધિક ભૂમિકા પર માનવધર્મનો પુરસ્કાર કરવામાં રહે લો છે. માણસ પોતાની બધી જરૂરિયાતો સ્વાવલંબી રહીને જાતે સંતોષી શકતો નથી. તેથી તેને સમાજ રચીને સમાજના સભ્ય તરીકે જ જીવવું પડે છે. આ માનવ-સમાજ કાર્યવિભાજન ઉપર રચાયેલો છે. આ વ્યવસ્થામાં આપણે બીજાઓની જરૂરિયાત સંતોષવા માટેની ઉત્પાદન પ્રવૃત્તિઓ કરીએ છીએ અને આપણી જરૂરિયાત સંતોષવા માટે આપણે બીજાઓ પર આધાર રાખીએ છીએ. માનવી એકલો જ રહે તો હોત તો તેને નીતિઓનું આચરણ કરવાનો પ્રશ્ન ઊભો થાય નહીં. પણ તે સમાજમાં જીવે છે તેથી તેના માટે બીજાઓનો વિચાર કરીને નૈતિક જીવન જીવવાનો પ્રશ્ન ઊભો થાય છે. આ સ્થિતિને 382

ધ્યાનમાં રાખીને કેદારનાથજીએ માનવજીવનનો ઉદ્દેશ રજૂ કર્યો છે. માનવતા વિકસાવીને સમાજના હિત માટે જીવવું એમાં તેમણે માનવીના જીવનની સાર્થકતા જોઈ છે. માનવતાની સમજ આપતાં તેમણે લખ્યું છેૹ પોતાની જરૂરિયાતો અને ઇચ્છાઓની માફક તે બીજાઓની જરૂરિયાતો અને ઇચ્છાઓનો વિચાર કરવા લાગે અને એ માટે પોતાની ઇચ્છાઓ રોકીને બીજાઓ માટે સંતોષપૂર્વક સહન કરવા માંડ ે એટલે તે માનવતાને માર્ગે લાગ્યો એમ કહી શકાય. માનવતા એટલે જ બીજાઓ વિશે સમભાવ. (વિ. સા. પૃ. ૩૪૭) દયા અને કરુણા આ સમભાવનું એક પાસું છે. બીજાનું જ ે વર્તન પોતાને ન રુચતું હોય તેવું વર્તન બીજાઓ પરત્વે આપણે ન કરીએ તે એનું બીજુ ં પાસું છે. કાર્યવિભાજન પર આધારિત સમાજમાં માનવીની સામાજિકતા અને તેમાંથી ઊભા થતાં માનવીના ધર્મની સમજૂ તી આપતાં તેમણે લખ્યું છેૹ સમાજનાં ધારણપોષણ, રક્ષણ અને ઉન્નતિ માટે જરૂરી સાધનસંપત્તિ પેદા કરવાની પોતાની જવાબદારી દરે ક જણે પોતાના ધર્મ તરીકે સંતોષથી સ્વીકારવી જોઈએ… આ ધર્મ માનવી જીવનનો પ્રાણ છે… આ ધર્મને માટે જ ે વિદ્યાઓ ને કળાઓ જરૂરી છે તેમાં પ્રવીણતા મેળવીને તેમનો બધાના હિતની દૃષ્ટિએ હં મેશાં ઉપયોગ કરતા રહે વું એને જ આપણું જીવનકાર્ય સમજવું જોઈએ. (વિ. સા. પૃ. ૨૮૨) તેમણે આ જીવનકાર્યને ધર્મપાલન કે કર્મયોગ કહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિ પાસે વિદ્યા, કળા, જ્ઞાન અને ગુણો હોય તે શક્ય તેટલી સારી રીતે સમાજના હિતમાં પ્રયોજવાનાં છે. માનવતા પ્રાપ્ત કરવાનો એ રાજમાર્ગ છે, [ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


કેમ કે તેમ કરીને વ્યક્તિ કેવળ પોતાના માટે નથી જીવતી પણ સમાજના અન્ય સભ્યો માટે પણ જીવે છે. કેદારનાથજીએ આવી માનવતાના વિકાસ માટે વિવિધ ગુણો કેળવવા પર ખૂબ ભાર મૂક્યો છે. તેમણે કહ્યું છેૹ માણસે દાનવ બનવાનું નથી કે ઈશ્વર બનવાનું નથી, પરં તુ માનવ રૂપે વ્યાપાર કરતા ચૈતન્યનું સદ્ગુણો દ્વારા પ્રગટીકરણ કરતાં કરતાં તેણે માનવતાની સીમાએ પહોંચવાનું છે. (વિ. સા. પૃ. ૩૩)

સદ્ગુણો પર આધારિત સદ્‌વર્તનની વ્યાખ્યા તેમણે આ શબ્દોમાં આપી છેૹ આપણું જ ે વર્તન ન્યાય માર્ગે પરદુૹખ નિવારણ કરનારું , આપણી તેમ જ બીજાઓની ઉન્નતિ કરનારું અને નૈતિક દૃષ્ટિથી બંનેને લાભકારક હોય તે સદ્‌વર્તન અને એથી ઊલટું હોય તે દૂરવર્તન. (વિ. સા. પૃ. ૩૦૧) કેદારનાથજીએ જુ દા જુ દા પ્રશ્નોના ઉત્તર રૂપે તેમ જ વિવિધ પ્રસંગોએ આપેલાં વ્યાખ્યાનોમાં વિવિધ સદ્ગુણો પર ભાર મૂક્યો છે. એ સદ્ગુણોની યાદી આપવી જરૂરી નથી. પણ કેદારનાથજીએ જ ે બૌદ્ધિક અભિગમથી સદ્ગુણો કેળવવા પર ભાર મૂક્યો છે તેનું એક ઉદાહરણ નોંધીએૹ પરસ્પર વિશ્વાસ, પરસ્પર લાગણી, સહૃદયતા અને હૃદયની કોમળતાથી જ ે સુખ મળે છે તે પૈસાથી કદી પ્રાપ્ત થઈ શકે ખરું ? બીજાને સુખ આપવાની તેમ જ પ્રેમ ને કર્તવ્ય ખાતર સહન કરવાની વૃત્તિ તમારામાં ન હોય તો તમારે માટે પ્રેમથી સહન કરવા કોણ તૈયાર થાય? (વિ. સા. પૃ. ૨૪૦)

આ મુદ્દાને સામાજિક સંદર્ભમાં સમજીએ. જ ે સમાજમાં લોકોનો મોટો ભાગ પ્રામાણિક, કર્તવ્યનિષ્ઠ અને સત્યનો આગ્રહી હોય એ સમાજમાં વ્યક્તિ नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

જ ે સુખ, શાંતિ અને સલામતીનો અનુભવ કરી શકે તે એનાથી વિપરીત સામાજિક પરિસ્થિતિમાં ન અનુભવી શકે. સમાજને સદ્ગુણી બનાવવાની શરૂઆત વ્યક્તિએ પોતાનાથી કરવાની છે. એ જ એનો ધર્મ છે. સદ્ગુણો કેળવવાના એક ભાગ રૂપે તેમણે સંન્યાસી માટેનાં પાંચ મહાવ્રતો (સત્ય, બ્રહ્મચર્ય, અહિં સા, અપરિગ્રહ અને અસ્તેય) એનાં જુ દાં અર્થઘટનો આપીને તેમણે ગૃહસ્થો માટે પણ રજૂ કર્યાં છે. એમણે આ મહાવ્રતોનું ગૃહસ્થો માટે જ ે અર્થઘટન કર્યું છે તેનાં કેવળ બે ઉદાહરણો નોંધીશુંૹ બ્રહ્મચર્ય એટલે સર્વ પ્રકારનો સંયમ. વ્યક્તિએ પોતાનું આરોગ્ય જાળવવા માટે ખાવાપીવામાં સંયમ જાળવવો પડે, તેણે નિયમિતતા જાળવવા માટે સ્વેચ્છાચારી બનવાનું ટાળવું પડે, સારી રીતે ગૃહસ્થાશ્રમ ચલાવવા માટે કરકસરની ટેવ પાડવી પડે.  અસ્તેય એટલે શુદ્ધ માર્ગે આજીવિકા ચલાવવી તે. કોઈની પણ હિં સા, કોઈનું પણ શોષણ, કોઈ લૂંટ કે છેતરપિંડી ન કરતાં આજીવિકા ચલાવવી તે. કેદારનાથજીએ સદ્ગુણો પર અને માનવતાના વિકાસ પર જ ે ભાર મૂક્યો છે તેની બાબતમાં એક પ્રશ્ન પૂછી શકાયૹ વિવિધ સંપ્રદાયો લોકોને સદ્ગુણી થવાનો બોધ આપે જ છે. કેદારનાથજીએ આમાં નવું શું કહ્યું? આ પ્રશ્નનો ઉત્તર આપીએ. વિવિધ સંપ્રદાયોમાં સદ્ગુણો કેળવવાથી પુણ્ય પ્રાપ્ત થવાથી સુખ મળશે અથવા ઈશ્વર રાજી થશે એવી લાલચ આપવામાં આવે છે. આની વિરુદ્ધ કેદારનાથજીએ સામાજિક કલ્યાણ જ ેવા સામૂહિક ધ્યેયની પ્રાપ્તિ માટે સદ્ગુણો કેળવવા પર ભાર મૂક્યો છે. ભારતની ધાર્મિક વિચારધારામાં વ્યક્તિના જીવનનો ઉદ્દેશ ઈશ્વરપ્રાપ્તિ કે મોક્ષની પ્રાપ્તિનો છે, 383


સદ્ગુણોનું આચરણ તેના એક સાધન તરીકે કરવાનું છે. કેદારનાથજીએ સદ્ગુણી બનીએ સામાજિક કર્તવ્ય અદા કરવામાં જ માનવજીવનની સાર્થકતા જોઈ છે. મતલબ કે ઈશ્વરપ્રાપ્તિ કે મોક્ષ માનવજીવનનો ઉદ્દેશ નથી. સદ્ગુણો કેળવ્યા વિનાની ઈશ્વરભક્તિને તેમણે નિરર્થક કર્મકાંડ ગણ્યો છે. આમ, કેદારનાથજીની વિચારધારામાં વ્યક્તિ પોતાના વ્યક્તિગત ઉદ્દેશો માટે જીવતી નથી, તે સમાજના કલ્યાણ માટે જીવે છે અને એ માર્ગે પોતાનું કલ્યાણ સાધે છે. આનો ફલિતાર્થ એ છે કે વ્યક્તિએ પોતાનાં કર્તવ્યો સેવાભાવથી કરવાનાં છે. પ્રેમપૂર્વક કરે લી સેવાના ન્યાયી વળતર રૂપે જ ે મળે તેમાં તેણે સુખ માનવાનું છે.

કેદારનાથજીએ કેવળ ઊંચા આદર્શો જ રજૂ કર્યા નથી. કેટલીયે વ્યવહારુ ગણી શકાય એવી બાબતોમાં તેમણે માર્ગદર્શન પણ આપ્યું છે. એનું એક જ ઉદાહરણ નોંધીએ. તેમણે વિદ્યાર્થીઓને શીખ આપી હતીૹ …તમારા બોલવાનો કોઈને કંટાળો કે તિરસ્કાર ન આવવો જોઈએ. તેથી પરિમિત, વ્યવસ્થિત, સુસંગત અને પ્રસંગોચિત બોલવાની તમારે ટેવ પાડવી જોઈએ… પોતાના કાર્યની પોતે જ પ્રશંસા કરવાની ટેવ તમને ન હોવી જોઈએ. ગર્વ તમને કદી ન થવો જોઈએ… સંતોષપૂર્વક સહન કર્યા વિના પ્રેમ અને સુખ મળતાં નથી. લેખક-સંપર્કૹ ૨૦૨, ઘનશ્યામ એવન્યૂ, નવા શારદામંદિર સામે પાલડી, અમદાવાદ – ૩૮૦ ૦૦૭

o

ગંભીરસિંહજીએ ખૂબ મહે નત કરીને બીજા કોઈ લખી ના શકે એવું વિરલ પુસ્તક આપ્યું છે. ડૉ. ધીરુભાઈ ઠાકર (૧૯૧૮–૨૦૧૪), અમદાવાદ આ ગ્રંથ એક ઉત્તમ જીવનચરિત્ર છે. અહીં જ ેટલો ઇતિહાસ છે એટલી જ સાહિત્યિક રજૂ આત છે. નરોત્તમ પલાણ, પોરબંદર ‘ગાંધીજી, પ્રિન્સ રણજી અને ક્રિકેટ’ તથા ‘ગાંધીયુગના સત્યાગ્રહી, શિક્ષક, સંશોધક, સાહિત્યકારૹ રામનારાયણ ના. પાઠક’ લેખો થકી અને કદાચ એ પહે લાંથી પણ ‘नवजीवनનો અક્ષરદેહ’ના વાચકો ગંભીરસિંહ ગોહિલની સાહિત્યિક-સંશોધક-દૃષ્ટિથી વાકેફ હશે. ભાવનગરના મહારાજા કૃ ષ્ણકુ મારસિંહજી વિશેનું આ પુસ્તક તેમની ૧૪ વર્ષની સંશોધન અને મહે નતનો પરિપાક છે. ગુજરાતી સાહિત્ય પરિષદે વર્ષ ૨૦૧૨ની શ્રેષ્ઠ જીવનકથા તરીકે આ પુસ્તકને નવાજ્યું છે તો ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ વર્ષ ૨૦૧૨–૧૩ માટે જીવનકથાનાં પ્રકાશનોમાં આ પુસ્તકને પ્રથમ પારિતોષિક આપ્યું છે. કૃ ષ્ણકુ મારસિંહજી વિશેનાં ૬૦૦ ઉપરાંત પાનાં અને કલર ફોટા સહિત કુલ ૪૦૦ જ ેટલા ફોટા સમાવતા આ જીવનચરિત્રની અન્ય ઉપલબ્ધિ એ છે કે તેમાંનું એક પ્રકરણ ધો.૮ના પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન પામ્યું છે. લેખકના પોતાના જ રાજવી પ્રકાશને પ્રસિદ્ધ કરે લા આ પુસ્તકના મુખ્ય વિક્રેતા તરીકે નવજીવન છે અને ગુજરાતી પ્રકાશનોમાં ઉત્તમ નમૂના રૂપ ઈ-બુક e-શબ્દ પર ઉપલબ્ધ છે.

મુખ્ય વિક્રેતા નવજીવન પ્રકાશન મંદિર સરનામું, ઇમેઇલ અને વેબસાઇટ માટે જુ ઓ આવરણ ૨

384

ઈ-બુક માટે સંપર્ક e-શબ્દૹ http://www.e-shabda.com/ Telૹ +91–79–67124222 • Faxૹ +91–79–30487400 Emailૹ Informationૹ info@e-shabda.com Sales: sales@e-shabda.com [ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારીઃ ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ સ્વરાજની આવનારી લડતમાં અનેક રીતે ઉત્સાહવર્ધક અને સીમાચિહન રૂપ આ માસ બની રહ્યો. છેલ્લા સાતેક મહિના— ગાંધીભાઈએ ચંપારણની સૌપ્રથમ એપ્રિલ ૧૯૧૭માં લીધેલી મુલાકાત—થી ચાલી આવતી લડત આ માસે જ સફળતામાં પરિણમે છે. ખેડૂતોને પડતી હાલાંકીની તપાસ માટે નીમાયેલી ચંપારણ સમિતિના અન્ય સભાસદોની સાથે ગાંધીજી રીપોર્ટ પર સહી કરે છે ને લેફ્ટનન્ટ ગવર્નર-ઇન-કાઉન્સિલ આ સમિતિનો રીપોર્ટ સ્વીકારે છે. ગાંધીજીના શબ્દોમાં ‘આમ સો વર્ષથી ચાલતો આવેલો તીનકઠિયાનો કાયદો તૂટ્યો ને તેની સાથે નીલવર રાજ્યનો અસ્ત થયો, રૈ યતવર્ગ જ ે દબાયેલો જ રહે તો હતો તેને પોતાની શક્તિનું કંઈક ભાન થયું ને ગળીનો ડાઘ ધોયો ધોવાય જ નહીં એ વહે મ દૂર થયો.’ (આત્મકથા, પ્રકરણ : ઊજળું પાસું) તાવમાં પટકાયા છતાં ‘દરરોજ કમિટિના કામ અંગે સભાઓમાં હાજરી’ (એસ્થર ફે રિંગને પત્ર, ગાં. અ. ૧૩:૫૨૬) અને એ પછી ચંપારણ સત્યાગ્રહમાં મળેલી સફળતા છતાં પળનો વિરામ નથી. ભરૂચમાં યોજાયેલી બીજી ગુજરાતી કેળવણી પરિષદમાં ઉપસ્થિત રહે છે ને ‘દેશની સેવાર્થે જીવન સમર્પણ કરવાની ઇચ્છા’ (ગાં. અ. ૧૪:૪૯૫) જાહે ર કરે છે.

ઑક્ટોબર ૧૯૧૭ ૧થી ૩ રાંચી ૪ રાંચી છ તપાસ-પંચના હે વાલમાં સહી કરી. હે વાલ સર્વાનુમતે હતો. ૫થી ૧૦ મોતીહારી

૧૧ મોતીહારી  બેતિયા ૧૨ બેતિયા ૧૩ બેતિયાૹ થી નીકળ્યા ૧૪ ભાગલપુર ૧૫ ભાગલપુરૹ બિહાર વિદ્યાર્થી પરિષદમાં પ્રમુખસ્થાને

૧૬ ભાગલપુરૹ પરિષદ ચાલુ. ૧૭ અલાહાબાદ ૧૮ રસ્તામાં

૧૯ ભરૂચૹ આવ્યા સાંજ ે.  વેપારીઓ તરફથી માનપત્ર ૨૦ ભરૂચૹ બીજી ગુજરાત કેળવણી પરિષદના

જાહે રસભા

પ્રમુખપદેથી ભાષણ.  બીજી જીવદયા પરિષદમાં હાજર, પ્રમુખ આનંદશંકર ધ્રુવ

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર ૨૦૧૭]

૨૧ ભરૂચૹ જીવદયા પરિષદના પ્રમુખનો આભાર માનતું ભાષણ કર્યું.

કેળવણી પરિષદમાં

ઉપસંહારનું ભાષણ કર્યું.

અંત્યજોની

જાહે રસભા.  જ્ઞાતિજનો તરફથી માનપત્ર. ૨૨ અમદાવાદ ૨૩થી ૩૦ (અમદાવાદ) ૩૧ અમદાવાદ.

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા નવેમ્બર, ૨૦૧૭

નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી ભીખાભાઈ ના. સગર, બાઇન્ડિંગ વિભાગ, •

૧૦ – ૧૧ – ૧૯૫૪

શ્રી કાંતિભાઈ પૂ. પારઘી, પ્રકાશન વિભાગ,

•  ૧૦– ૧૧ – ’૫૬

શ્રી હરિશભાઈ લ. કોષ્ટી, હિસાબ વિભાગ,

•  ૧૮– ૧૧ – ’૬૨

385


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂટક કિંમત _ 40

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

386

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

રજત અંક છૂટક કિંમત _ 25

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

[ ઑક્ટોબર ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


The Kingdom of God is within you નો ગુજરાતી અનુવાદ

વૈકુંઠ તારા હૃદયમાં છે ફોર કલર ટાઇટલ પેપરબેક બાઇન્ડિંગ • સાઇઝ 5.5 x 8.5 પાનાં 192 • ₹ 200.00

બારિસ્ટર એમ. કે. ગાંધી પર પ્રભાવ પાડનાર બે પુસ્તકો અનુ. ચિત્તરંજન વોરા Unto this Last  નો ગુજરાતી અનુવાદ

અન્ટુ ધિસ લાસ્ટ

એમ. કે. ગાંધી

૧૮૬૯ • ૧૯૪૮

ફોર કલર ટાઇટલ પેપરબેક બાઇન્ડિંગ • સાઇઝ 5.5 x 8.5 પાનાં 168 • ₹ 170.00

ગાંધીજીના જીવનની કથા ચિત્રો વાટે કહે તું આ પુસ્તક છે. આપણા રાષ્ટ્રપિતા એક સાવ સામાન્ય બાળક હતા. જીવનના ખાડાખડિયાવાળા માર્ગે એમની મજલ ચાલી. દક્ષિણ આફ્રિકામાં એમના વ્યક્તિત્વનો ઘડતરકાળ વીત્યો અને ત્યાં જોતજોતામાં એ લોકોના આગેવાન બન્યા. સાદગી અને સત્યમય જીવનના અનેક અખતરાઓ કરીને જ્યારે હિં દુસ્તાન આવ્યા ત્યારે દેશના કરોડો લોકોના માનીતા એ ‘ગાંધીજી’ બન્યા. હિં દુસ્તાનને અહિં સક માર્ગે આઝાદી અપાવી એ એમનો પ્રયોગ ઇતિહાસમાં અનોખો છે. પોતાના હૈ યાના એ હારને કરોડોએ ‘બાપુ’ કહ્યા. દેશને આઝાદી મળી એ પછી થોડા મહિનામાં જ એમણે નિર્વાણપંથે પ્રયાણ કર્યું. …‘મોહન’માંથી કરોડો ભારતવાસીઓના ‘બાપુ’ બનનાર એ મહાન જીવનની કથા આ પુસ્તકમાં કહે વાઈ છે. કિશોરો-યુવાનોને તો ગમશે જ, પણ સહુ કોઈને રસ પડે એવી આ ચોપડી છે.

નવજીવન સાથે સંકળાયેલા પુસ્તકવિક્ર ેતાને ત્યાં ઉપલબ્ધ 10થી ઓછી નકલ, દરેકના _ 250

10 કે તેથી વધારે નકલ, દરેકના _ 200 ૩૮૭

25 કે તેથી વધારે નકલ, દરેકના _ 175

અંગ્રેજીમાં પણ પ્રાપ્ય


લોકશાહીમાં વિરોધપક્ષની અનિવાયર્તા અંગે જે. સી. કુમારપ્પા

૩૮૮


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.