Navajivanno Akshardeh April 2019

Page 1

વર્ષૹ ૦૭ અંકૹ ૦૪ સળંગ અંકૹ ૭૨ • એપ્રિલ ૨૦૧૯

છૂ ટક કિંમત ઃ _ ૧૫

મને તો નામની રાજ્યસત્તા નથી જોઈતી, કામની જ જોઈએ છે. એ આપણું સાધ્ય નથી, પણ પ્રજાની સ્થિતિ દરે ક રીતે સુધારવાનું સાધન છે. રાજ્યસત્તા મેળવવી એટલે દેશના પ્રતિનિધિઓ દ્વારા પ્રજાજીવનને ઘડવાની સત્તા મેળવવી, પણ જો પ્રજાજીવન આપોઆપ જ ઘડાતું જાય તો પ્રતિનિધિઓને સત્તા મેળવવાની ગરજ ન રહે . તે વેળા એક પ્રકારનું સંસ્કારી સંયમી અરાજક હશે, એ અરાજકમાં દરે ક પોતપોતાના અંકુશમાં હશે, પોતપોતાનો રાજા હશે. એ એવી રીતે પોતાને અંકુશમાં રાખશે કે જ ેથી તેના પડોશીને તે જરાય હરકતકર્તા ન થઈ પડે. એટલે આદર્શ રાજ્ય તો તે છે કે જ ેમાં રાજ્યસત્તા નથી. કારણ સામુદાયિક રાજ્ય જ નથી. પણ એ તો આદર્શ લીટીની વ્યાખ્યા જ ેવું થયું. એટલે થૉરોએ પોતાનું મહાકાવ્ય ઉચ્ચાર્યું કે જ ેમાં રાજ્યસત્તાનો અમલ અલ્પમાં અલ્પ તે રાજ્ય ઉત્તમોત્તમ. — મો. ક. ગાંધી [ગાં. અ. ૪૭ : ૧૦૨]


વર્ષૹ ૦૭ અંકૹ ૦૪ સળંગ અંકૹ ૭૨ • એપ્રિલ ૨૦૧૯ છૂ ટક કિંમત ઃ _ ૧૫

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

૧. લોકશાહીનું રખોપું. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . જયપ્રકાશ નારાયણ. . . . ૧૧૧ ૨. એકવીસમી સદીની લોકશાહી. . . . . . . . . . . . . . . . . . . . . એલવિન ટોફલર. . . . ૧૧૯

કિરણ કાપુરે

૩. પુસ્તક પરિચય : સ્મૃતિઓનો સુંદર, જીવંત આલેખ : ‘ગાંધી ઍટ ફર્સ્ટ સાઈટ’. . . . . . . . . . . . . . . . સોનલ પરીખ. . . . ૧૨૪

પરામર્શક

૪. ગાંધીજીની આરોગ્યદૃષ્ટિ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દક્ષા વિ. પટ્ટણી. . . . ૧૨૮

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર

૫. અલવિદા હકુ શાહ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . પ્રકાશ ન. શાહ. . . . ૧૩૧ ૬. કર્મયોગ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મહાદેવ દેસાઈ. . . . ૧૩૩ ૭. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . . . . . . . . .ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . . ૧૩૮

આવરણ ૧

મો. ક. ગાંધી, ૧૯૩૬

 ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… ������������������������������������� ૧૪૨

આવરણ ૪ ભૂક્રાંતિનાં ત્રણ બળ

[હરિજનબંધુ, ૧૮-૦૬-૧૯૫૫]

વાર્ષિક લવાtજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૧૯)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૧૯ એ ૨૦૧૯નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૧૧૦


લોકશાહીનું રખોપું જયપ્રકાશ નારાયણ “પ્રજાતંત્ર એટલે ખરું જોતાં આખી પ્રજાના કલ્યાણને માટે પ્રજાના જુ દા જુ દા તમામ વર્ગોની શારીરિક, આર્થિક અને આત્મિક શક્તિઓને એકત્ર કરી કામે લગાડવાની કળા.” – મો. ક. ગાંધી વર્તમાન શાસનવ્યવસ્થામાં લોકશાહી સૌથી સુદૃઢ શાસનવ્યવસ્થા છે. વિશ્વના બહુધા દેશોમાં આ વ્યવસ્થા સ્વીકાર્ય બની છે, તેનું કારણ તેમાં લોકોના અવાજને બુલંદ કરવાનો પૂરતો અવકાશ છે. આ અવકાશ દ્વારા લોકો પોતાનો મત પણ પ્રગટ કરતા રહ્યા છે. લોકકેન્દ્રી આ વ્યવસ્થાની મર્યાદા અન્ય વિકલ્પોના પ્રમાણમાં શોધ્યે જડે નહીં તેવું બની શકે. પરં તુ જ્યારે સ્વતંત્ર રીતે મૂલવીએ ત્યારે લોકશાહીને વર્તમાન સમયે લાગેલા ડાઘ નજરે ચડ્યા વિના રહે તા નથી. લોકનાયક જયપ્રકાશ નારાયણે લોકશાહી વિશે સંદર્ભ આપીને તેની કેટલીક મર્યાદાઓ મૂકી આપી છે. હાલ ચાલી રહે લા ચૂંટણી-પર્વ દરમિયાન તે અચૂક વાંચી જવા જ ેવી છે. લોકશાહી અને નાગરિકધર્મના નાતે તેમાં સજાગ થવાનું તત્ત્વ ભારોભાર પ્રગટે છે. લોકશાહી અંગે આવું જ નિરીક્ષણ અને અવલોકન અમેરિકાના સમાજશાસ્ત્રી એલવિન ટોફલરનાં પણ છે. ટોફલરે ટૅક્નૉલૉજીના સંદર્ભે સમાજ પર થયેલી અસરનો બહોળો અભ્યાસ કર્યો છે. ટોફલરે પણ The Third Wave [ત્રીજુ ં મોજુ ,ં અનુ. : કાંતિ શાહ] પુસ્તકમાં ‘એકવીસમી સદીની લોકશાહી’ પ્રકરણમાં લોકશાહીની જટિલતા દર્શાવી છે, તેમાં લોકકેન્દ્રી વાત ટકી રહે તે સ્થિતિ તેમને પડકારભરી લાગે છે. ચૂંટણી-પર્વ નિમિત્તે લોકશાહીની મર્યાદા-જટિલતાને સરળતાથી સમજાવતા બે લેખ પ્રસ્તુત છે. ...

એક ક્રાંતિકારી તરીકે મારું દિલ માર્ક્સવાદીઓ જ ેને પછી ૧૯૫૪માં તો મેં રાજકારણનું તેમ જ આખી

‘માસ-વર્ક’—જનતાની વચ્ચે કરવાનું કાર્ય કહે છે, તેમાં જ ચોટેલું રહ્યું છે. વસ્તુત: એક સાચા ક્રાંતિધર્મ લેખે જનતાની વચ્ચોવચ કરવાનાં કાર્ય સિવાય બીજી કોઈ પણ જાતનાં કાર્યની કલ્પના મને આવી નથી. તેથી છેક ૧૯૩૦થી હં ુ રાજકારણમાં પડેલો, છતાં મને કદીય ચૂંટણી લડવાનો વિચાર સુધ્ધાં નથી આવ્યો. મારા સમાજવાદી સાથીઓને પણ હં ુ કહે તો કે, બધું રાજકારણ એ સત્તાનું જ રાજકારણ છે તથા સમાજની સેવા કરવા માટે રાજ્યની સત્તા કબજ ે કરવી જ પડે, એ સદંતર ભૂલભરે લા ખ્યાલ છે. ગાંધી અને માર્ક્સ બંનેએ રાજ્ય આખરે કરમાઈને ખરી પડે એવી જ કલ્પના કરી છે. તેથી લોકો રાજ્ય ઉપર ઓછામાં ઓછો આધાર રાખતા થાય, તે લોકશાહીના સંપૂર્ણ વિકાસ માટે અનિવાર્ય છે. અને नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૯]

દુનિયાની ક્રાંતિઓનું પૂરતું અધ્યયન કર્યા પછી તથા આ દેશમાં સમાજવાદી પક્ષ વગેરેમાં રહીને જ ે અનુભવો આવ્યા તે બધું જ ધ્યાનમાં લઈને ખૂબ વિચારપૂર્વક સર્વોદય આંદોલનનો માર્ગ અપનાવ્યો. ત્યારથી મારી બધી શક્તિ આ જનતાની રાજનીતિ અથવા જ ેને વિનોબાએ ‘લોકનીતિ’ એવું સમર્પક અને યથાર્થ નામ આપ્યું છે, એવી લોકનીતિના વિકાસ માટે જ ખર્ચાઈ છે. ખરા અર્થમાં લોકોનું રાજ કેમ સ્થપાય તેના માટે જ હં ુ મથ્યો છુ .ં અને તેમ છતાં પરં પરાગત રાજનીતિના ક્ષેત્રમાં પણ જ ે કાંઈ બનતું રહે , તે તરફ આંખ મીંચીને બેસી રહે વાય નહીં. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, પરં પરાગત રાજનીતિ લોકોનાં જીવનને અમુક અંશે અસર કરે જ છે. તેથી તે અસર બની શકે તેટલી 111


સમાજ માટે સ્વાસ્થ્યકારક રહે , એવાં ચિંતા અને ચિંતન પરં પરાગત રાજનીતિથી બહાર રહીને પણ મારાં રહ્યાં. બીજી પણ એક વાત. નજીકના ભવિષ્યમાં મારી નજર પહોંચે છે ત્યાં લગી મને એવી કોઈ સંભાવના દેખાતી નથી કે, અત્યારની લોકશાહી વ્યવસ્થા કરતાં કોઈ જુ દું સ્વરૂપ આપણે ત્યાં હસ્તી ધરાવતું હશે. લોકશાહીનો આજ ે જ ે પ્રકાર છે, તેનું આજ ે જ ે સ્વરૂપ છે, તેમાં કોઈ મોટો સુધારો તરત થઈ જાય એવી સંભાવના અત્યારે તો દેખાતી નથી. આમ, આજની પ્રવર્તમાન વ્યવસ્થાના સંદર્ભમાં પણ વિચારવું તો પડે જ. એટલે આજની આ લોકશાહી ખરા અર્થમાં લોકોનું રાજ બને તે દિશામાં આગળ વધવાનું છે, એ ખરું ; પરંતુ આજ ે આ જ ેવી છે તેવી લોકશાહી વ્યવસ્થાને પણ આપણે જાળવવાની છે. આપણે એ ન ભૂલીએ કે ભારત દુનિયામાં સૌથી મોટો લોકશાહી દેશ છે. આપણે કુ લ માનવ-પરિવારના પાંચમા ભાગ જ ેટલા છીએ. તેથી આજની આ ભયગ્રસ્ત અને લોભગ્રસ્ત દુનિયામાં આપણી ભારતની લોકશાહી વ્યવસ્થા ટકી રહે એવી આશા અપેક્ષા આપણને જ નહીં, બલકે દુનિયાના બીજા લોકોને પણ છે. તાનાશાહી તો ન જ ખપે

કેમ કે તાનાશાહી તો કોઈ પણ હિસાબે ન ખપે. તાનાશાહી પોતાનામાં જ એક અનૈતિકતા પેદા કરે છે. તાનાશાહીનો ક્યારે ય કોઈ નૈતિક આધાર નથી હોતો. દુનિયામાં ઘણી તાનાશાહી આજ ે પણ છે, અગાઉ પણ હતી. એ બધી તાનાશાહીનો ઇતિહાસ આપણી સામે છે. તાનાશાહીમાં પહે લી વાત તો એ થાય છે કે માનવની માનવતા ખતમ થઈ જાય છે, માનવ પશુ બની જાય છે. તાનાશાહીમાં એને એટલો પણ અધિકાર નથી હોતો કે તે પોતાની વાત મુક્તપણે

112

કહી શકે. પશુમાં અને મનુષ્યમાં એક બહુ મોટુ ં અંતર એ છે કે પશુને ભાષા નથી હોતી, વાણી નથી હોતી, જ્યારે માણસને વાણી છે. આ આપણો એક જન્મસિદ્ધ અધિકાર છે કે જ ે કાંઈ આપણને ઠીક લાગે તે આપણે બોલીએ, હિંમતપૂર્વક કહીએ, તે મુજબ કરીએ. પણ તાનાશાહીમાં આ અધિકાર આપણી પાસેથી છિનવાઈ જાય છે. એ અર્થમાં તાનાશાહી હે ઠળ માણસ પશુ સમાન બની જાય છે. આપણા ભારત દેશમાં એવું ક્યારે ય નહોતું બન્યું કે લોકોની જીભે તાળાં લાગ્યાં હોય, લોકોનાં દિમાગ પર તાળાં લાગ્યાં હોય. અહીં તો સ્વતંત્ર ચિંતન માટે પૂરેપૂરો અવકાશ રહ્યો છે. કોઈ નાસ્તિક થયું, કોઈ આસ્તિક થયું. અનેક પ્રકારના સંતસંપ્રદાય બન્યા. અનેક શાસ્ત્ર ને દર્શન રચાયાં. વિચાર-સ્વાતંત્ર્ય એ ભારતીય સંસ્કૃ તિની સૌથી મોટી દેણ છે. આ લોકશાહી વ્યવસ્થા તેને અનુકૂળ છે. માટે તેને જાળવવાની છે. સરમુખત્યારશાહીને વાજબી ઠેરવવા માટે ક્યારે ક તેની હે ઠળ ઊભી થતી શિસ્તને આગળ કરાય છે. પરંતુ સમજવાની વાત એ છે કે, પ્રજાને વ્યવસ્થા અને શિસ્તના પાઠ શીખવવા માટે જો સરમુખત્યારશાહી દંડાશાહી વડે જ કામ લેવું પડવાનું હોય, તો એમને શીખવવામાં આવેલો એ સદ્ગુણ કસોટીની પહે લી જ ક્ષણે કાંદાના ઉપરના પડની માફક ફોતરું બની ઊખડી આવશે. શિસ્ત અર્થાત્ વિનય-વિવેક અને આત્મ-સંયમ એ તો માનવીનો એક એવો સદ્ગુણ છે, જ ેનાં બીજ વ્યક્તિમાં અને માનવીઓના સમૂહોમાં આત્મસંયમના દાખલા બેસાડી રોપવાં પડે છે, અને સારાનરસાની પસંદગી માટેનો અવકાશ હોય એવા મુક્ત વાતાવરણમાં ખંત ને કાળજીપૂર્વક એને ઉછેર ને પોષણની તક પૂરી પાડવી પડે છે. ભયથી નિપજાવેલી શિસ્ત માટે બહુ રાજી થવા જ ેવું નથી. ભય વડે કોઈ [ એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


રાષ્ટ્રનું ઘડતર થઈ શકે નહીં. ભય વચ્ચે જ ઊછરે લું બાળક જ ેમ માનસિક રીતે રોગિયલ વ્યક્તિ બને છે, તેવું જ ભયથી શાણા બનાવેલ રાષ્ટ્રનું સમજવું. સ્વસ્થ ને તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ તો સ્વાતંત્ર્યની મુક્ત આબોહવામાં જ થઈ શકે.

ભારત દેશમાં એવું ક્યારેય નહોતું બન્યું કે

લોકશાહી પરિબળો બળવત્તર બને

થયું, કોઈ આસ્તિક થયું. અનેક પ્રકારના સંત-

એટલે આપણા પાયાના કામની સાથોસાથ લોકશાહી પરિબળોને સંગઠિત અને સંગીન બનાવવાનું કામ પણ મહત્ત્વનું છે. લોકશાહી પરિબળો આગળ વધતાં રહે વાં જોઈએ. આ પ્રક્રિયામાં આપણાથી મદદરૂપ થવાય એટલું થવું, લોકશાહી પરિબળોને મજબૂત કરવાં. ટૂ કં માં, લોકશાહી પ્રક્રિયા બળવત્તર બનતી રહે તે વિશે આપણે સજાગ અને સક્રિય રહે વાનું છે, લોકશાહીનું રખોપું કરતા રહે વાનું છે. ૧૯૭૫માં આપણા દેશમાં સ્વરાજ્ય પછી પહે લી વાર એક એવી પરિસ્થિતિ ઊભી થયેલી, જ્યારે એમ લાગતું હતું કે લોકશાહીની જગ્યાએ તાનાશાહી દેશમાં કાયમ થઈ જશે. પરંતુ ચૂંટણીનો ઈશ્વર-દીધો અવસર મળ્યો, અને ભારતની આમજનતાએ ચૂંટણીમાં સ્પષ્ટ ચુકાદો આપી દઈને લોકશાહીને બચાવી દીધી. આને લીધે દુનિયા આખીનાં લોકશાહી પરિબળોને ભારે બળ મળ્યું છે, પ્રેરણા મળી છે. હવે, મને લાગે છે કે લોકશાહી સુરક્ષા માટે આપણા દેશના બંધારણમાં જ ઉચિત સંશોધન કરી લેવું જોઈએ. દાખલા તરીકે કટોકટી જાહે ર કરવા માટે કઈ કઈ પરિસ્થિતિ જરૂરી છે, તેનો સ્પષ્ટ નિર્દેશ બંધારણમાં અપાઈ જવો જોઈએ. એવી જ રીતે કટોકટી હે ઠળ જ ે વિશેષ અધિકારો સરકારને આપવામાં આવ્યા છે, તેનો દુરુપયોગ થતો રોકવા માટે પણ બંધારણમાં કેટલીક સ્પષ્ટ મર્યાદાઓ અંકાઈ જવી જોઈએ. અનુભવે આપણે नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૯]

લોકોની જીભે તાળાં લાગ્યાં હોય, લોકોનાં દિમાગ પર તાળાં લાગ્યાં હોય. અહીં તો સ્વતંત્ર ચિંતન માટે પૂરેપૂરો અવકાશ રહ્યો છે. કોઈ નાસ્તિક સંપ્રદાય બન્યા. અનેક શાસ્ત્ર ને દર્શન રચાયાં. વિચાર-સ્વાતંત્ર્ય એ ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી દેણ છે

જોઈ ચૂક્યા છીએ કે આવી મર્યાદાઓના અભાવમાં કટોકટીના વિશેષાધિકારોનો ઉપયોગ પક્ષીય કે વ્યક્તિગત હિતો સાધવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત, બંધારણમાં સુરક્ષિત મૂળભૂત અધિકારો તેમ જ નાગરિક સ્વતંત્રતાઓને કટોકટીમાં ક્યાં સુધી સ્થગિત કરી શકાય તે વિશે પણ જરૂરી નિર્દેશ બંધારણમાં હોવો જોઈએ. લોકશાહીની પુષ્ટિ માટે કે ટલાક જરૂરી સુધારા-વધારા

બંધારણ-સંશોધન અંગે બીજાં પણ મારાં કેટલાંક સૂચનો છે. આપણા બંધારણમાં મિલકત અંગેના અધિકારોને વાણી-સ્વાતંત્ર્ય, મુક્ત હરફરનું સ્વાતંત્ર્ય જ ેવા મૂળભૂત અધિકારો સાથે નાહકના સાંકળી દેવામાં આવ્યા છે. મિલકત એ આખરે એક સામાજિક વસ્તુ છે, અને લોકશાહીમાં સમાજના હિત માટે તેનો ઉપયોગ થવો જોઈએ. સમાજનું હિત શું છે અને તે કેવી રીતે સધાય, તેનો નિર્ણય લોકશાહી ઢબે પ્રજાની ઇચ્છા મુજબ થતો રહે વો જોઈએ. આ રીતે જોતાં અમુક પ્રકારની મિલકતની ખાનગી માલિકીને મર્યાદિત કરી શકાય, તેની પર નિયંત્રણ મૂકી શકાય, જરૂર પડે તો તે​ેને સાવ રદ પણ કરી 113


શકાય. પરંતુ લોકશાહીમાં નાગરિકના અન્ય મૂળભૂત અધિકારો તો કદી પણ રદ કરી શકાય જ નહીં. એટલે મારું સૂચન એવું છે કે મિલકતના અધિકારને મૂળભૂત અધિકારોની યાદીમાંથી કાઢી નાખવો જોઈએ, અને નાગરિકની બીજી સ્વતંત્રતાઓ તેમ જ અધિકારો પર કોઈ આંચ આવવી જોઈએ નહીં. મેં બીજી એક વાત તરફ ધ્યાન દોર્યું છે કે, ભારતના વડા ન્યાયમૂર્તિની નિમણૂક જો સંપૂર્ણપણે ભારતના વડા પ્રધાન અને કેન્દ્ર સરકારના જ હાથમાં રહે , તો આ દેશનું સર્વોચ્ચ ન્યાયતંત્ર જ ે-તે વખતની સરકારનું આશ્રિત જ બની રહે . તેથી એક સંસદીય સમિતિ રચીને આ અગત્યના સવાલના ઊંડાણમાં જવું જોઈઅે અને સર્વોચ્ચ અદાલતના તેમ જ વડી અદાલતોના ન્યાયમૂર્તિઓની નિમણૂક બાબત કોઈ ચોક્કસ પદ્ધતિ નક્કી કરી લેવી જોઈએ. આવી રીતે ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે ભરોસાપાત્ર વ્યવસ્થા નહીં ગોઠવવામાં આવે, તો આપણી લોકશાહીના મૂળમાં જ લૂણો લાગવાનો ખતરો છે. રાજ્ય સરકારો તેમ જ કેન્દ્ર સરકાર વચ્ચે તંદુરસ્ત સમતુલા જળવાઈ રહે તે માટે પણ જરૂરી જોગવાઈ કરી લેવી જોઈએ. રાજ્યપાલની સત્તાઓ તેમ જ કામગીરીઓ અંગે પણ ફરીથી ધ્યાનપૂર્વક વિચારણા કરી લેવી જોઈએ, કે જ ેથી રાજ્યની બાબતોમાં કેન્દ્ર સરકારની દખલગીરીના હાથારૂપ તેઓ ન બની શકે. બે રાજ્ય-રાજ્ય વચ્ચેના ઝઘડામાં અથવા રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના ઝઘડામાં ઊંડા ઊતરીને ભલામણ કરવા માટે કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા ન હોય એવા દેશના નામાંકિત માણસોની કાઉન્સિલ રચવાનીયે જરૂર છે. આવી રીતે કેટલાક સુધારા-વધારા કરીને આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત અને વધુ અર્થપૂર્ણ બનાવી લેવી જોઈએ.

114

ભ્રષ્ટાચાર-નિવારણનાં નક્કર પગલાં

જાહે ર જીવનમાંથી ભ્રષ્ટાચાર પણ દૂર થવો જોઈએ. રાજકીય તેમ જ સરકારી ક્ષેત્રોમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે નક્કર તેમ જ કારગત પગલાં ભરાય. બંધારણના એક બહુ મોટા નિષ્ણાત આયવર જ ેનિંગનું એક વાક્ય છે : ‘The most elemenrary qualification demanded of a minister is honesty and incorruptibility— કોઈ પણ પ્રધાનની સૌથી પહે લી લાયકાત એ હોવી જોઈએ કે તે પ્રામાણિક હોય અને ભ્રષ્ટાચારથી પર હોય.’ ઓછામાં ઓછી આટલી લાયકાત તો એની હોવી જ જોઈએ. જ ેનિંગ આગળ કહે છે : ‘It is not only necessary for him to possess this qualification, but he must also appear to possess it—એનામાં એ લાયકાત હોય એટલું જ બસ નથી, એ ભ્રષ્ટ ન હોય એટલે પત્યું એમ નહીં, એ ભ્રષ્ટ નથી એવું બીજાઓને પણ સ્પષ્ટ દેખાવું જોઈએ.’ લોકોના મનમાં પણ એ વિશે કશો ડગડગો ન હોવો જોઈએ. લોકોને એની પ્રામાણિકતામાં વિશ્વાસ હોવો જોઈએ. આ માટેનું એક સૂચન એ છે કે રાજ્યમાં અને કેન્દ્રમાં એક કાયમી સંસ્થા ઊભી કરવામાં આવે, જ ેની પાસે કાનૂની સત્તા અને અધિકારો હોય. વળી, જ્યાં ભ્રષ્ટાચારના આરોપો વજૂ દવાળા જણાય, ત્યાં લાગતીવળગતી વ્યક્તિઓ પર કામ ચલાવવાનું ફરજિયાત હોવું જોઈએ, અને તમામ તપાસોના હે વાલો પ્રકાશિત થવા જોઈએ. જાહે ર જીવનમાં હોદ્દા ધરાવનાર વ્યક્તિઓ હોદ્દા પર આવતાંની સાથે અને ત્યાર બાદ વખતોવખત પોતાની માલમિલકતની જાહે રાત કરતી રહે . એમ પણ થવું જોઈએ. રાજકીય ભ્રષ્ટાચારનું એક મૂળ રાજકીય પક્ષપલટાઓમાં પણ રહે લું છે. એટલે એ અનિષ્ટને ડામવા માટે સત્વર પગલાં ભરાવાં જોઈએ. [ એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ચૂંટણી-પદ્ધતિમાં સુધારા

પછી, રાજકીય પક્ષો ચૂંટણી માટે ફં ડ ભેગાં કરે છે, તે રાજકીય અને બીજા પ્રકારના ભ્રષ્ટાચારનું કદાચ સૌથી મોટુ ં ઉદ્ભવસ્થાન છે. આ રકમો પક્ષના જાહે ર હિસાબોમાં દર્શાવવામાં આવતી નથી. કુ લ કેટલું ઉઘરાણું થયું અને કેટલી રકમો ક્યાં ખરચાઈ, તે બે-ચાર વ્યક્તિને બાદ કરતાં કોઈ જાણતું નથી હોતું. પોતાનાં ફં ડ આ રીતે કાળાં નાણાં વાટે એકત્ર કરવામાં કોઈ જ પક્ષ મુક્ત નથી હોતો. સમજવાની વાત એ છે કે, આ નાણાં જ ે રીતે ઉઘરાવાય છે, તે ભ્રષ્ટાચારના જંતુઓને રાજકીય ક્ષેત્રમાંથી બીજાં ક્ષેત્રોમાં પણ પહોંચાડે છે. વેપારમાં અપ્રામાણિક વહે વારો તથા કાળાં નાણાંને તે ઉત્તેજન આપે છે. વળી, તે વહીવટી તંત્રની સત્તા, નિષ્પક્ષતા, કર્તવ્યનિષ્ઠા અને કાર્યક્ષમતાને પણ ઘણી નબળી પાડે છે. માત્ર કાળાં નાણાંમાંથી જ જમા થઈ શકે એવાં આ જંગી ભંડોળો દેશના અર્થતંત્ર માટેય આપત્તિજનક બને છે. ઉપરાંત, ચૂંટણી પાછળ ખરચાતી ગંજાવર રકમોને લીધે મતદારો પોતે પણ ભ્રષ્ટ બને છે અને વધુ ચિંતાજનક તો એ કે, લોકશાહી પદ્ધતિમાંથી એમની આસ્થા ઊડી જાય   છ.ે એટલે આજની ચૂંટણી પદ્ધતિમાં જ એવા સુધારા થવા જોઈએ, કે જ ેથી ચૂંટણીને ઓછી ખરચાળ બનાવી શકાય, અને આપણા સંસદીય લોકતંત્રને લોકશાહી દૃષ્ટિએ વધુ કારગત બનાવી શકાય. આ અંગે જુ દી જુ દી વ્યક્તિઓ અને સમિતિઓ તરફથી ઘણાં ઉપયોગી સૂચનો સમાજ સમક્ષ મૂકવામાં આવ્યાં છે. આપણી લોકશાહીને પૈસાના સકંજામાંથી છોડાવવા અંગે વધુ ચિંતન થયું છે. એટલે મને લાગે છે કે આ અંગે રાષ્ટ્રીય સ્તરે અર્થપૂર્ણ ચર્ચાવિચારણા કરવા માટે પૂરતી સામગ્રી આપણી પાસે છે. અને આવી વિચારણા કરવાની જરૂર છે. આ માટે એક રાષ્ટ્રીય પરિષદ બોલાવવી જોઈએ. આ नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૯]

જનતા એક વાર પોતાના પ્રતિનિધિને ચૂંટી મોકલે એટલે તેને પોતાની મુદત પૂરી થાય ત્યાં સુધી ત્યાં જ રહેવાનો કોઈ અબાધિત અધિકાર મળી જતો નથી. એક વાર ચૂંટીને મોકલી દીધો એટલે પછી એ ગમે તેમ વરતે તોયે જનતાએ ગૂપચૂપ જોયા કરવાનું, એનો આવો અર્થ હરગિજ નથી થતો. લોકશાહીનો આવો અર્થ કદાપિ હોઈ શકે નહીં

પરિષદ ચૂંટણી સુધારાઓ અંગેની એક વ્યવહારુ અને સરળ યોજના દેશને માટે ઘડી આપે. મતદારોનો અલિખિત અધિકાર

બીજી એક વાત. જનતા એક વાર પોતાના પ્રતિનિધિને ચૂટં ી મોકલે એટલે તેને પોતાની મુદત પૂરી થાય ત્યાં સુધી ત્યાં જ રહેવાનો કોઈ અબાધિત અધિકાર મળી જતો નથી. એક વાર ચૂટં ીને મોકલી દીધો એટલે પછી એ ગમે તેમ વરતે તોયે જનતાએ ગૂપચૂપ જોયા કરવાનુ,ં એનો આવો અર્થ હરગિજ નથી થતો. લોકશાહીનો આવો અર્થ કદાપિ હોઈ શકે નહીં. પ્રતિનિધિ જ્યારે જનતાનો વિશ્વાસ ખોઈ બેસ,ે ત્યારે તેને પાછો બોલાવવાનો જનતાને પૂરેપરૂ ો હક છે. એ સાચું કે આપણા બંધારણમાં ચૂંટાયેલા પ્રતિનિધિને પાછો બોલાવવાનો અધિકાર સામેલ કરવામાં નથી આવ્યો. પરંતુ લોકશાહીમાં જનતા પાસે કેટલાક અલિખિત અધિકાર પણ હોય છે, જ ેનો એ જરૂરિયાત અનુસાર ઉપયોગ કરી શકે છે. અલબત્ત, આનો અર્થ એ નહીં કે ચૂંટણી પતી અને થોડાક લોકો શેરીમાં ને રસ્તા પર ધમાલ મચાવીને માગણી કરે કે ધારાસભા વિખેરી નાખો. 115


થોડાક અસંતુષ્ટ લોકો ગમે ત્યારે મનફાવે તેમ ચૂંટાયેલા પ્રતિનિધિ કે સરકારને રાજીનામું આપવા મજબૂર કરી મૂકે, એવો આનો અર્થ હરગિજ નથી થતો. પરંતુ જ્યારે સરવાળે તટસ્થ દૃષ્ટિએ જોતાં એમ સિદ્ધ થઈ જાય કે આ જનતાનો અવાજ છે, થોડાક ધમાલિયાઓ અને ઉપદ્રવ મચાવનારાઓનો નહીં, ત્યારે જનતાના અવાજનો આદર થવો જોઈએ. મારું એવું માનવું છે કે આ બાબત એક પરં પરા વિકસાવવાની અત્યંત જરૂર છે કે જ ેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર એક અંકુશ રહે અને તેઓ પોતાના મતદારોના હિતની ઉપેક્ષા કરતાં તથા ભ્રષ્ટાચાર કરતાં અટકે. સાદાઈ અને વહીવટીતંત્રનો કાયાકલ્પ

લોકશાહી માટે એ જરૂરી છે કે, જાહે ર જીવનમાં સાદાઈનું ધોરણ અપનાવાય. સરકાર પોતે આમાં પહે લ કરી દાખલો બેસાડે. વિલાસિતાની ચીજવસ્તુની બહારથી થતી આયાત અને દેશની અંદરનું ઉત્પાદન બંધ કરવામાં આવે. આડંબર અને ભપકાદાર રહે ણીકરણીથી અળગા રહે વાય. સ્વરાજ્યના પરોઢે ગાંધીજીએ દેશનેતાઓને આવી જ સલાહ આપેલી. પરંતુ પંડિત નેહરુ અને એમના સાથીદારોએ રાજ્યનો મોભો જળવાવો જોઈએ, અને એવી બીજી મોટી મોટી દલીલો આગળ ધરીને આ વાત વિસારે પાડી. તેનું પરિણામ એ આવ્યું કે, જાહે ર જનતાનો ઘણો બધો પૈસો તો વેડફાયો એટલું જ નહીં, પણ રાજ્યકર્તાઓ અને પ્રજા વચ્ચે એક દીવાલ ઊભી થઈ, એક દૂરીભાવ નિર્માણ થયો. એવી જ રીતે વહીવટી તંત્રનો કાયાકલ્પ થવો પણ અત્યંત જરૂરી છે. અંગ્રેજોએ ભારત છોડ્યું ત્યારે તેઓ જ ેવી વહીવટી પદ્ધતિ પાછળ મૂકી ગયેલા, લગભગ તેવી ને તેવી જ આપણે હજી ચાલુ રાખી છે. સરકારી નોકરો વ્યક્તિગત રીતે પ્રામાણિક છે. 116

કાર્યક્ષમ છે. પણ આખીયે વહીવટી પદ્ધતિ દેશ માટે ભારરૂપ બની ગઈ છે. નોકરશાહી ફાલતી રહી છે. કાગળિયાનું કામકાજ વધતું ને વધતું રહ્યું છે. પરંતુ તંત્રની તાસીર એવી છે કે નિર્ણયો લેવામાં બહુ જ સમય લાગે છે. અને એક વાર નિર્ણય લેવાઈ પણ ગયો તો તેના અમલમાં વળી વધુ સમય નીકળી જાય છે. તેથી એક એવું વહીવટી માળખું ઊભું કરવું જોઈએ કે જ ે લોકોની વધુ નિકટનું હોય, જ ેમાં જવાબદારી બહુ સ્પષ્ટપણે દર્શાવાતી હોય, અને જ ે ઝડપથી બધાં કામ પાર પાડતું હોય. લોક-ચેતનાની જાગૃતિ અને સક્રિયતા

લોકશાહીનું રખોપું કરવું હશે અને તેમાંથી લોકોની આસ્થા ઊડી ન જાય એમ કરવું હશે, તો આ બધી જ બાબતોનો વિચાર અવશ્ય કરવો પડશે. તે ઉપરાંત લોકશાહીની સંગીનતા માટે મૂળમાં તો એ જરૂરી છે કે લોકો પોતાના અધિકારો અને કર્તવ્યો વિશે સભાન હોય, સચેત હોય અને તે માટે સંગઠિત હોય. લોકશાહીથી નાગરિક જ ેટલો અળગો અને ઉદાસીન રહે શે, એટલી જ લોકશાહી કમજોર અને કુંઠિત બનશે. લોકશાહી મૂલ્યો વિશેની સભાનતા વગર લોકશાહી એક નિર્જીવ ઢાંચો માત્ર બની રહે શે. એટલે એક જ ઉપાય છે કે લોકો પાસે પહોંચીને એમને સ્વતંત્રતા વિશે, લોકશાહી મૂલ્યો વિશે, તેમનાં પોતોનાં કર્તવ્યો વિશે જાગ્રત કરીએ. લોકોનું રાજકારણથી મુક્ત એવું સંગઠન તેમના પ્રશ્નો ઉકેલવામાં તથા તેમના પગ મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે. જનતા આ લોકશાહીની પ્રહરી બને તથા નીચેના કર્મચારીથી માંડીને મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન સુધી બધાનાં કામ ઉપર દેખરે ખ રાખે. એવી પરિસ્થિતિ પેદા થાય કે જનતાની ઇચ્છા વિરુદ્ધ કોઈ કાંઈ ન કરી શકે. પ્રજાએ નિરંતર જાગૃતિ કે તકેદારી [ એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


દાખવવાની છે. તેના વિના સ્વતંત્રતા જાળવી શકાતી નથી. આ માટે લોક-ચેતનાને જાગ્રત ને સક્રિય રાખવી પડશે. લોકસમિતિઓ : લોકતંત્રની પ્રહરી

ગાંધીજીએ એક વાર લોકશાહીની વ્યાખ્યા કરતાં કહે લું કે માત્ર લોકોના મત લઈને સ્થપાયેલું હોવાને કારણે જ કોઈ શાસન લોકતંત્ર બની જતું નથી. પરંતુ એ શાસન સાચું લોકતંત્ર ત્યારે જ બને કે જ્યારે પ્રજા પર શાસન કરનારા નાલાયક સાબિત થાય, તો તેવે વખતે પ્રજામાં એટલી ક્ષમતા અને કૌવત જાગી ચૂક્યાં હોય કે, તેઓ પોતાના શાસકોને પદ પરથી ઉઠાડી મેલી શકે. પરંતુ આજ ે હજી આપણે ત્યાં એ સ્થિતિ છે કે, આપણા બંધારણમાં, આપણી લોકશાહી સંસ્થાઓમાં તેમ જ તેની હે ઠળ ચાલતી લોકશાહી ે ા પ્રતિનિધિને પોતાના પ્રક્રિયાઓમાં લોકોના ચૂંટલ મતદાર-વિભાગ પ્રત્યે જવાબદાર રાખવાની કોઈ વ્યવસ્થા નથી. આવી કોઈ જોગવાઈના અભાવે લોકોના પ્રતિનિધિ એકદમ મન ફાવે તેમ વર્તતા હોય છે. ઉમેદવારની પસંદગીમાં મતદારોનો કોઈ હાથ હોતો જ નથી, અને ચૂંટણી પછી પોતાના પ્રતિનિધિ ઉપર મતદારોનો કોઈ અંકુશ નથી. આપણા લોકતંત્રની આ ઊણપ દૂર કરવાની કોશિશ થવી જોઈએ. જનશક્તિનાં સંગઠનો દ્વારા રાજ્ય પર અંકુશ રાખવાની શક્તિ આપણે આપણા લોકતંત્રમાં દાખલ કરવી છે. આને માટે જ મેં ઠેઠ ગ્રામસ્તરે થી ઉપર સુધી લોકસમિતિઓ રચવાનો કાર્યક્રમ દેશ સમક્ષ મૂક્યો છે. આપણા લોકતંત્રને પ્રાણવાન અને વિકાસશીલ રાખવા માટે નાગરિકોના આવા વ્યવસ્થિત અને મજબૂત સંગઠનની અત્યંત જરૂર છે. ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગીમાં લોકો પણ કાંઈક ભાગ લેતા થાય એવું માળખું આ नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૯]

લોકસમિતિઓ પૂરું પાડશે. દા.ત. એક એક ગામ દીઠ, મહોલ્લા દીઠ અથવા એક એક પોલિંગ બૂથ દીઠ એક એક સમિતિ રચાય અને તેના એક એક પ્રતિનિધિને લઈને એક આખાયે મતદાન-ક્ષેત્ર માટેની લોકસમિતિ બને. તે ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઊભો કરે , અથવા તેમ ન કરી શકે તો ઊભા રહે લ કોઈ પણ ઉમેદવારનું સમર્થન કરે . ઉમેદવાર પક્ષનો હોય કે બિનપક્ષીય હોય, પણ તે ઉપરથી નક્કી કરી દેવાય એમ નહીં. સ્થાનિક લોકસમિતિ સાથે ચર્ચાવિચારણા કરીને ઉમેદવારો નક્કી થાય એવું કાંઈક કરવું જોઈએ. આ માટે કેટલાંક ધોરણો નક્કી કર્યાં હશે, કેટલીક શરતો બનાવી હશે. એ પણ જોવાશે કે તેના પર જનતાનો કોઈ આક્ષેપ તો નથી ને! સીતાની અગ્નિપરીક્ષા થયેલી તેવી ઉમેદવારની અગ્નિપરીક્ષા ત્યાં થશે. ચૂંટણીની પ્રક્રિયામાં દરે ક તબક્કે કમ્યુનિટીનો—જનસમુદાયનો હાથ હોવો જોઈએ. ઉમેદવારની પસંદગીમાં કોઈ ને કોઈ રીતે જનતાનો હાથ હશે, તો ખર્ચ પણ બહુ ઓછુ ં થશે અને ભ્રષ્ટાચારની ગુંજાશ પણ ઓછી રહે શે. ત્યાર બાદ ચૂંટાઈને ગયેલો પ્રતિનિધિ લોકોને જવાબદાર રહે , પોતાના કામનો નિયમિત અહે વાલ મતદારોને આપતો રહે એવી પણ કાંઈક ને કાંઈક વ્યવસ્થા આ લોકસમિતિઓ મારફત ઊભી કરવાની છે. આ લોકસમિતિઓ પોતાના પ્રતિનિધિ પર કાયમની દેખરે ખ રાખશે. જો તે પ્રતિનિધિ કોઈ પક્ષનો હોય, તોપણ પોતાના પક્ષના ‘વ્હિપ’ (આદેશ) કરતાં તે લોકોની ઇચ્છાને સર્વોપરી ગણે એવું થવું જોઈએ. પોતાના ધારાસભ્યો પર આ રીતનો પ્રજાનો અંકુશ રહે એવી કાંઈક ને કાંઈક વ્યવસ્થા ઊભી કરવા આપણે મથવાનું છે. આ વસ્તુ આપણી લોકશાહીને વધુ અસરકારક બનાવવામાં એક કાયમનો ફાળો આપી રહે શે. આજ ે તો આપણે ત્યાંના લોકતંત્રમાં માત્ર ‘તંત્ર’ છે, ‘લોક’ નથી. આપણી 117


કોશિશ તેમાં ‘લોક’ને દાખલ કરવાની છે. આમ, લોકસમિતિઓ ચૂંટણી વખતે ઉમેદવારોને નાણી જોવાનું, પસંદ કરવાનું કામ કરશે અને ચૂંટણી બાદ પોતાના પ્રતિનિધિ સાથે સંપર્ક સતત તાજો રાખવાનું અને એ સાચા લોક-પ્રતિનિધિ તરીકે કામ કરે છે કે નહીં તેની ખબરદારી રાખવાનું કામ કરશે. તે ઉપરાંત એકંદર આખીય સરકારના કામકાજ પર ચાંપતી દેખરે ખ રાખવાનું કામ પણ આ લોકસમિતિઓ કરશે. આ રીતે લોકસમિતિ જનશક્તિનું એક માધ્યમ બનશે. અને એ માત્ર ચૂંટણી પૂરતું જ નહીં. કાયમનું એક પરિબળ બની રહે શે. સ્વસ્થ લોકમતનું ઘડતર

લોકશાહીની સંગીનતા માટે બીજી એક વસ્તુની જરૂર પડશે, અને તે સ્વસ્થ લોકમતના ઘડતરની. લોકશાહીમાં દરે ક જાહે ર પ્રશ્ન વિશે પ્રજાએ શાંતિથી વિચારીને અભિપ્રાય બાંધવાની જરૂર છે. તે માટે સૌ પ્રથમ તો પ્રજા પાસે સાચી હકીકત પહોંચવી જોઈએ. પરંતુ આજ ે વાસ્તવિક પરિસ્થિતિનું ઝાઝું ભાન જનતાને કરાવાતું નથી. બધો દોર છાપાંઓ અને રાજકારણી નેતાઓના હાથમાં છે. જનતા તો જાણે કઠપૂતળી છે! તેને જ ેમ નચાવો તેમ નાચે! ઘણી વાર જાતજાતની નારાબાજીથી એવો ભારે ગોકીરો મચાવી દેવાય છે, કે જ ેમાં પછી શાંતિથી વિચારવા માટે કોઈ અવકાશ જ ન રહે ! વળી, આપણે જોઈએ છીએ કે ગમે તે સવાલ હોય, પણ તેમાં પક્ષીય તેમ જ સત્તાની રાજનીતિ જ ેટલી ઘૂસે છે, તેટલા એ બધા જ સવાલો વધુ ને વધુ ગૂંચવાય છે. જ્યાં સુધી એ પ્રશ્નોમાંથી રાજનીતિ પોતાની ટાંગ નહીં કાઢી લે અને પક્ષીય તેમ જ સત્તાના રાજકારણના લાભાલાભની દૃષ્ટિએ વિચારવાને બદલે દેશના હિતની દૃષ્ટિએ નહીં વિચારે , ત્યાં સુધી એ સવાલો ક્યારે ય ઉકેલાશે

118

નહીં. વાત એમ છે કે, એ રાજનીતિમાં પડેલા માણસો ઉપર જાતજાતનાં અનેક દબાણો કામ કરી રહ્યાં હોય છે, તથા એ લોકોને વોટ મેળવવાનીયે સદાય ફિકર રહે તી હોય છે. તેથી તેઓ સાચી વાત જનતા સમક્ષ રજૂ પણ નથી કરી શકતા. ખરે ખર પરિસ્થિતિ શી છે, તે વિશેયે તેઓ શાંતિથી વિચારી નથી શકતા. એટલે પછી મોટે ભાગે પોપટની જ ેમ સ્લોગનો ઉચ્ચાર્યે રખાય છે! આ સંજોગોમાં સાચી વાત જનતા સમક્ષ મૂકતા રહે વાની જવાબદારી પક્ષીય તેમ જ સત્તાની રાજનીતિથી અળગા રહે નારા તટસ્થ માણસોએ જ ઉપાડવી પડશે. દેશભક્તિ અને જનતા પ્રત્યેના કર્તવ્યની ભાવનાથી પ્રેરાઈને એમણે આ કામ કરવું પડશે. સ્વસ્થ લોકમતનું ઘડતર પક્ષમાં કે સત્તામાં રહે લા માણસો કરતાં તટસ્થ અને નિષ્પક્ષ માણસો જ વધુ સારી રીતે કરી શકશે. બાકી, કેટલાક પ્રશ્નો તો રાજનીતિને કારણે જ નાહક ગૂંચવાયા કરે છે. માટે જાહે ર પ્રશ્નો વિશેના તટસ્થ અભિપ્રાય જનતા સમક્ષ રજૂ થતા રહે અને તેના ઉપર જાહે રમાં ચર્ચા ચાલે. આવા મંથન દ્વારા એક સ્વસ્થ લોકમતના ઘડતરમાં કાંઈક મદદ મળશે. આ રીતે જાહે ર પ્રશ્નો વિશે માત્ર પોપટિયાં સૂત્રો રટતાં રહે વાને બદલે શાંત ચિત્તે વિચાર કરવાની ટેવ પડવી જોઈએ. આવા સ્વસ્થ ચિંતન અને સ્વસ્થ લોકમત વિના લોકશાહીનો પાયો કદી સંગીન બની શકશે નહીં. આપણી આજની લોકશાહી વ્યવસ્થાનું રખોપું કરવું હશે, તો આ બધાં જ ક્ષેત્રોમાં ધ્યાન આપવું પડશે. આ લોકશાહી વ્યવસ્થા આજ ે જ ેવી છે તેવી પણ જાળવવાની છે, તેમાં સુધારો પણ કરતા રહે વાનો છે, અને તેની સાથોસાથ ખરા અર્થમાં લોકોનું રાજ સ્થાપવા માટે પણ સતત મથતા રહે વાનું છે. (કાન્તિ શાહ સંપાદિત-સંકલિત ‘મારી વિચારધારા’માંથી, યજ્ઞ પ્રકાશન)

[ એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


એકવીસમી સદીની લોકશાહી એલવિન ટોફલર

…પ્રાતિનિધિક લોકશાહી વ્યવસ્થા આજ ે ભારે કટોકટીમાં છે. તે હવે લગભગ પડી

ભાંગી છે. ટોફલરનું કહે વું છે કે અમેરિકામાં રાજકીય વ્યવસ્થાને જાણે લકવો મારી ગયો છે. ચારે કોર અનિર્ણાયકતાનું વાતાવરણ છે. બધે જડતા વ્યાપી ગઈ છે. અનેક નીતિવિષયક નિર્ણયો ઠેલાયે જાય છે. માળખામાં જ ક્યાંક ખામી છે. અને અનેક સવાલો એવા છે જ ે આના આ માળખામાં રહી કદાપિ ઉકેલી શકાય એમ લાગતું નથી. નિયમો ને કાયદાઓની જંજાળનો કોઈ પાર જ નથી. માત્ર અમેરિકામાં જ આવું છે એમ નહીં, ફ્રાન્સ, જર્મની, જાપાન, બ્રિટન વગેરેમાં પણ આ જ સ્થિતિ છે. જાપાનના એક વડા પ્રધાન કહે છે કે આજની આપણી લોકશાહીની સવાલો ઉકેલવાની ક્ષમતા અથવા વહીવટ કરી શકવાની ક્ષમતા વિશે આશંકા ઊભી થઈ રહી છે. બ્રિટનના એક સંસદસભ્ય કહે છે કે ‘ફૂગાવો ડામવા અમે સાત-સાત કાયદા કર્યા. સામાજિક અન્યાય કાયદા દ્વારા અનેક વાર દૂર કરી નાખ્યો. કાયદાપોથીમાં તો ઇકોલોજીની સમસ્યા પણ ઉકેલી નાખી. પરંતુ કાયદાઓ તો કર્યા, પણ સવાલો જ્યાંનાં ત્યાં છે, કાયદાઓ કરી નાખવાથી કામ સરતું નથી.’ એક અમેરિકન સમીક્ષકે કહ્યું : ‘દેશની સ્થિતિ આજ ે એવા રથ જ ેવી છે જ ેના ઘોડા પૂરપાટ દોડ્યે જાય છે અને એમની લગામ ખેંચી રાખવાનો પ્રયાસ સફળ થતો નથી.’ આજ ે મોટા મોટા સત્તાસ્થાને રહે લા માણસો પણ લાચારી અને શક્તિહીનતાનો અનુભવ કરે છે. પોતે કાંઈ કરી શકતા નથી. એક આગેવાન અમેરિકન સેનેટર એવી હતાશા વ્યક્ત કરે છે કે પોતે ઉપયોગી એવું કશુંયે કરી શકતો નથી, અને તો પછી આની પાછળ આટલું બધું ખુવાર થઈ જવા જ ેવું છે ખરું ? એક બ્રિટિશ સંસદસભ્ય પણ આવી જ લાગણી વ્યક્ત કરીને ઉમેરે છે કે, ‘આમની સભા મ્યુઝિયમની એક ચીજ બની ગઈ છે — એક અવશેષ, એક સ્મૃતિચિહ્ન!’ વ્હાઇટ હાઉસના એક ઉચ્ચ અધિકારી કહે છે કે, ‘દુનિયાના સૌથી વધુ શક્તિશાળી ગણાતા એવા અમેરિકાના પ્રમુખ પણ લાચારી અનુભવે છે. જાણે એ પોતે ટેલિફોનમાં બરાડા પાડી રહ્યા હોય, પણ સામેથી કોઈ જ પ્રત્યુત્તર ન મળતો હોય!’ ખરે ખર સત્તા કોની પાસે છે, અને સત્તા કેટલો વખત ટકશે, તેની કોઈને ખબર જ પડતી નથી. કોને માટે કોણ જવાબદાર છે તે કોઈ જાણતું નથી. આવી સાવ અરાજકતા જ ેવી સ્થિતિમાં સામાન્ય લોકો પોતાના પ્રતિનિધિ વિશે જ નહીં બલકે આ પ્રાતિનિધિક લોકશાહીનું તંત્ર હવે ચાલી શકે કે કેમ તે વિશે જ સંશયાત્મક બની ગયા છે. પરિણામે, ચૂંટણીની લોકો માટે ‘આશ્વાસન રૂપ એવી વિધિ’ પોતાનાં પ્રભાવ ગુમાવતી જાય છે. દિવસે

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૯]

119


દિવસે મત આપવા જનારાઓની સંખ્યા ઘટતી જાય છે. … બ્રિટન જ ેવા લોકશાહીના જનક દેશમાં સાડા પાંચ કરોડની વસ્તીમાંથી રાજકીય પક્ષના એકાદ લાખ સક્રિય સભ્યો પણ મળવા મુશ્કેલ છે. જાપાનના એક સામયિકે લખ્યું કે મતદારોને સરકારોમાં વિશ્વાસ જ નથી રહ્યો. ડેનમાર્કના એક એન્જિનિયર કહે તા હતા કે રાજકારણીઓ સાવ નકામા જણાય છે. પોતાના રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ પ્રત્યે લોકોના મનમાં કેવળ રોષ જ નહીં; તિરસ્કાર, ઘૃણા અને નફરતની લાગણી પણ જોવા મળે છે. વાસ્તવમાં, ટોચના માણસને બદલવાથી બધું સમુંસુતરું થઈ જશે એવી ‘મસીહા ગ્રંથિ’ એ નર્યો ભ્રમ છે. કોઈક આવે, લગામ હાથમાં લે, તો જ ઉગારો થાય એવી માન્યતાથી સારા-સારા સમજુ માણસો પણ લોખંડી નેતૃત્વની માંગ કરી રહ્યા છે. પરંતુ એ સમજવાની જરૂર છે કે નવી સંસ્કૃ તિ નવા પ્રકારનું નેતૃત્વ માગે છે. બીજાને સાંભળવાની તૈયારી, કલ્પનાશીલતા, ઓછામાં ઓછુ ં નેતૃત્વ વગેરે આ નવી નેતાગીરીના ગુણો હશે. હવેના નેતાઓએ અગાઉ કરતાં ઘણા વધારે વિકેન્દ્રિત અને શાસનમાં વધુ ને વધુ ભાગ લેતા સમાજ સાથે કામ લેવાનું છે. ખરું જોતાં, આજ ે નેતૃત્વની જ ે નબળાઈ જણાય છે તે વ્યક્તિગત ગુણોના અભાવને કારણે નથી, પણ અગાઉની સંસ્થાઓ અને પરં પરાઓ હવે કામ આપતી નથી તેને કારણે છે. માટે ગમે તેવા સંત, પ્રતિભાવાન વ્યક્તિ કે વીર નાયકને ટોચ પર બેસાડશો, તોયે પરિસ્થિતિમાં કશો ફરક પડવાનો નથી, આખું માળખું ધરમૂળથી બદલવાની જરૂર છે. આજની આપણી લોકશાહી સંસ્થાઓ અને પરં પરાઓ ઊભી થઈ, ત્યારે પરિસ્થિતિ આજના કરતાં સાવ જુ દી હતી. ત્યારે સાર્વભૌમ રાષ્ટ્રો ઊભાં થઈ રહ્યાં હતાં. આજ ે સાર્વભૌમત્વ નામનું 120

જ રહ્યું છે. સવાલોનું સ્વરૂપ જાગતિક બની ગયું છે, અને કોઈ રાષ્ટ્ર એકલું તેને ઉકેલી શકે તેમ છે નહીં. સરકારનો વ્યાપ, નિર્ણાયક સત્તાની વહેં ચણી વગેરે બધું પણ હવે ધરમૂળથી ફે રફાર માગી રહ્યું છે. અનેકવિધ સવાલો એકમેક સાથે એવા ગૂંથાયેલા છે કે એમને અળગા અળગા ઉકેલી શકાશે નહીં. એક સવાલ ઉકેલતાં બીજા અનેક સવાલ ઊભા થાય છે અને અનેક આડ-અસરો નીપજ ે છે. માટે સમગ્ર દૃષ્ટિએ બધો વિચાર કરવો પડે તેમ છે. સામાજિક માળખામાં આજ ે ભારે વૈવિધ્ય અને જટિલતા જોવા મળે છે. કોઈ ચોક્કસ ‘રાષ્ટ્રીય હે તુ’નો અભાવ જણાય છે. સમાજમાં અનેક હિતવિરોધો વચ્ચેથી સામંજસ્ય ઊભું કરવાનું છે. પ્રજાના ે ા પ્રતિનિધિએ પોતાના મતદાન ક્ષેત્રની ચૂંટલ સામૂહિક ઇચ્છાનું પ્રતિબિંબ પાડવાનું હોય છે. પરંતુ આવી સર્વસામાન્ય સામૂહિક ઇચ્છા જ જ્યારે ન જણાતી હોય, ત્યારે તે કોનું પ્રતિનિધિત્વ કરશે? આપણી આજની લોકશાહી સંસ્થાઓ જ ે બધી માન્યતાઓ ઉપર આધારિત છે, તે માન્યતાઓ જ આજ ે જર્જરિત ને જરીપુરાણી થઈ ગયેલી જણાય છે! વળી, કેટકેટલા અને કેટકેટલા પ્રકારના નિર્ણયો લેવાના હોય છે! દરે ક બાબત વિશે સંપૂર્ણપણે વિચારણા કરવાનોયે સમય ક્યાં છે? વહીવટી માળખું પણ તુમારોના ઢગલા હે ઠળ દબાઈ ગયું છે. અસંખ્ય નિયમો અને કાયદાઓનો અમલ કરવાનો હોય છે. સરકારનું આખું માળખું માણસની પહોંચ-પકડની બહારનું થઈ ગયું છે. હજી સરકારો ચાલે છે, એ જ મોટુ ં આશ્ચર્ય છે. રાજકીય ક્ષેત્રની આવી સમીક્ષા કરીને ટોફલરે જણાવ્યું છે કે માની લીધેલી આજની પ્રાતિનિધિક સરકારનું આખું માળખું જ ધરમૂળથી બદલાવવું પડશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓથી લઈને યુનો [ એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


સુધી બધી જ સંસ્થાઓની નવરચના કરવી પડશે. આજનું માળખું ખરાબ છે. અથવા અનિષ્ટકારી છે એટલા માટે નહીં પણ હવે તે કામ આપી શકે તેમ નથી એટલા માટે તેને બદલવું જ રહ્યું. આ નવરચના માટે ટોફલરે ત્રણ મૂળભૂત સિદ્ધાંતો કહ્યા છે. ત્રીજા મોજાની શાસન-વ્યવસ્થાનો પહે લો સિદ્ધાંત હશે લઘુમતી સત્તાનો. બહુમતીનું શાસન એ ધીરે ધીરે ગઈકાલની વાત બનતું જાય છે. વાસ્તવમાં બહુમતી થતી પણ નથી. અનેક લઘુમતી જૂ થો હોય છે. તેમાં તો ૫૧ ટકાને એક બાજુ કરવા અઘરા છે. અને લઘુમતીના અવાજને ગણતરીમાં લીધા વિના ચાલે તેમ નથી. અગાઉ બહુમતી શાસન સામાજિક ન્યાય સાથે જોડાયેલું હતું. ગરીબો ત્યારે બહુમતીમાં હતા. એટલે બહુમતી શાસન માટેનો સંઘર્ષ એમની મુક્તિનો માનવતાવાદી સંઘર્ષ હતો. પણ આજ ે હવે ઔદ્યોગિક દેશોમાં ગરીબો લઘુમતીમાં છે. એટલે બહુમતી શાસન સાથે હવે સામાજિક ન્યાયની વાત સંકળાયેલી નથી. બલકે લઘુમતી પ્રત્યે ધ્યાન આપવામાં જ માનવતા રહે લી છે. એક અવાજ એવો ઊઠે છે કે સમાજનું વિદીર્ણીકરણ થઈ રહ્યું છે, ટુકડીકરણ થઈ રહ્યું છે, સ્વાર્થી જૂ થવાદ ફે લાઈ રહ્યો છે. પરંતુ વાસ્તવમાં વિવિધ જૂ થોની આત્મ-સભાનતા વધી રહી છે. આ વૈવિધ્યમાં જ વૈભવ છે. ઢાંચાઢાળ ચુસ્ત સમાજને બદલે મુક્ત નૂતન સમાજ તરફ માનવજાત ગતિ કરી રહી છે. આ ગતિને રોકી ન શકાય. બલકે, આપણી સંસ્થાઓને આ નવી પરિસ્થિતિને અનુરૂપ નવું સ્વરૂપ આપવું જોઈએ. આમાંથી જ સામાજિક ઉત્ક્રાંતિ અને લઘુમતી-આધારિત એકવીસમી સદીની લોકશાહી પાંગરશે. વિવિધતાને કારણે સમાજમાં તાણ અને સંઘર્ષ વધે, એ માન્યતા ખોટી છે, એકની એક ચીજ પાછળ બધા દોડે, તો તેમાંથી नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૯]

હિતસંઘર્ષ અવશ્ય જન્મે. તેને બદલે વિવિધ ઉદ્દેશોથી પ્રેરિત માણસો વચ્ચે પરસ્પરને હિતકારક એવા સંબંધો પાંગરવાની સંભાવના વિશેષ છે તથા તેનાથી સમાજની સમતુલાયે વિશેષ જળવાય. આજ ે તો યોગ્ય સંસ્થાઓ અને માળખાને અભાવે આવાં વિવિધ પરિબળો વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે. ટોફલરે કહ્યું છે કે આવતી કાલના ઇતિહાસકારો આજની આપણી ચૂંટણી પદ્ધતિને પછાતો દ્વારા આચરાતા એક જરીપુરાણા કર્મકાંડ કે વિ​િધ રૂપે જોશે. આજ ે હવે નવા અભિગમની જરૂર છે. બીજા મોજા દરમિયાન મતપેટીને લોકોની ઇચ્છા જાણવાનું મહત્ત્વનું સાધન માનવામાં આવેલી. તેને લીધે શાંતિમય સત્તા-પરિવર્તન શક્ય બન્યું. જોકે ૫૧ ટકાનો આ સિદ્ધાંત મૂળમાં એક બુઠ્ઠું સાધન છે. તે માત્ર સંખ્યા પર આધારિત છે. તેમાં ગુણાત્મકતા વિશે કશો ફોડ પડતો નથી. એવુંયે બને કે કોઈક મુદ્દા વિશે લઘુમતી જીવન-મરણની તીવ્રતા અનુભવતી હોય, છતાં સંખ્યાત્મક મતદાનમાં તેનું દર્શન નથી થતું. ખરું જોતાં, બનવું એમ જોઈએ કે લઘુમતીની આવી બાબત પ્રત્યે સામાન્ય કરતાં કાંઈક વિશેષ ધ્યાન અપાય. એટલે આ મતદાન અને ચૂંટણીને જ સાવ નવા સંદર્ભમાં તેમ જ પરિપ્રેક્ષ્યમાં જોવાં પડશે. માત્ર ‘હા કે ના’ અથવા ‘આ કે તે’માં મત દર્શાવવાને બદલે દરે ક જણ વધુ વિગતે પોતાનાં મંતવ્ય દર્શાવી શકે એવી ગુંજાશ હોવી જોઈએ. મતદાર પોતાની પસંદગી તેમ જ પસંદગીક્રમ પણ દર્શાવી શકે. જર્જરિત થઈ ચૂકેલી પક્ષપદ્ધતિને તો હવે તિલાંજલિ જ આપવી પડશે. આજ ે હવે ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી મતદાન પદ્ધતિમાં અનેક પ્રકારના સુધારા કરવાની સંભાવના છે. મતદાન-બૂથમાં ગયા વિનાયે લોકો પોતાનો મત દર્શાવી શકશે. 121


સમાજમાં આપણે જુ દાં જુ દાં સ્વૈચ્છિક મંડળો ઊભાં કરવાં પડશે. તેમાં લોકો હળતાં-મળતાં થાય, સાથે બેસીને ઘણા જાહે ર પ્રશ્નો વિશે ચર્ચાવિચારણા કરતા રહે . આ રીતે જુ દાં જુ દાં જૂ થો વચ્ચેના હિત-વિરોધનું નિરાકરણ વધુ બૌદ્ધિક અને રચનાત્મક સ્તરે કરવાનું શક્ય બનશે. લોકોને બને તેટલી સ્વાયત્તતા આપતા જવી. રાજ્યનો આશરો લીધા વિના પણ લોકો પોતાના પ્રશ્નો ઉકેલી શકે એવી સજ્જતા અને અનુકૂળતા એમને કરી આપવી. આમાંથી સમાજ ઊભો થશે. સામુદાયિકતા પાંગરશે, પરસ્પર આત્મીયતા જન્મશે. ટોફલરે કહ્યું છે કે કેટલીક બાબતોમાં આપણે ચૂંટણીને બદલે ચિઠ્ઠી નાખીને પસંદગી કરવી જોઈએ. બંધારણીય નિષ્ણાત બેકરને ટાંકીને એમણે કહ્યું છે કે ૧૯૭૬માં અમેરિકામાં બિનગોરાઓની સંખ્યા ૨૦ ટકા જ ેટલી હતી, છતાં કૉંગ્રેસમાં એમને ૪ ટકા બેઠકો જ મળેલી, અને સેનેટમાં તો માત્ર ૧ ટકા બેઠક. સ્ત્રીઓનું પ્રમાણ ૫૦ ટકા જ ેટલું હોવા છતાં કૉંગ્રેસમાં એમને ફાળે માત્ર ૪ ટકા બેઠકો ગયેલી અને સેનેટમાં તો એક પણ નહીં. બેકરનું સૂચન એવું છે કે અમેરિકન કૉંગ્રેસના ૫૦થી ૬૦ ટકા સભ્યો રે ન્ડમ સેમ્પલિંગથી પસંદ કરો. આવી રીતે બીજા જાતજાતના વિકલ્પો વિચારવા જોઈએ. એક સૂચન એવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભલે ધારાગૃહોમાં બેસીને ચર્ચા કરે , પરંતુ કોઈ પણ બાબત વિશે નિર્ણય કરતી વખતે એમના ભાગે માત્ર ૫૦ ટકા મત હોય. બાકીના ૫૦ ટકા મત રે ન્ડમ સેમ્પલથી પસંદ કરે લા માણસો દ્વારા અપાય. કોમ્પ્યુટર અને બીજા ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી તેઓ ઘેર બેઠાં પોતાનો મત દર્શાવી શકે એવી વ્યવસ્થા થઈ શકશે. આમ કરવાથી વધુ પ્રાતિનિધિકતા આવશે એટલું જ નહીં, જુ દાં જુ દાં સ્થાપિત હિતો અને લોબીઓને ભારે ફટકો પડશે. 122

તેઓ માત્ર થોડાક ધારાસભ્યો ઉપર પોતાની વગ વાપરીને નિર્ણયો લેવડાવી શકશે નહીં. એક કલ્પના એવી છે કે લોકો માત્ર એક પ્રતિનિધિને ચૂંટી મોકલવાને બદલે એક સમિતિ જ ેવું પસંદ કરે . અને તે સમિતિ એક એકમ રૂપે ધારાગૃહમાં પ્રતિનિધિત્વ કરે . એવું યે ગોઠવી શકાય કે સમિતિના સભ્યો વારાફરતી પ્રતિનિધિ રૂપે જાય, અને દરે ક બાબત ઉપરના મતદાન અંગે સમિતિ તેને નિર્દેશ આપે. ટૂ કં માં, ટોફલરનું કહે વું છે કે આજની ચૂંટણીપદ્ધતિ અને ધારાગૃહમાંના પ્રતિનિધિત્વના વિકલ્પ શોધવા જ પડશે. આ માટે પ્રયોગો કરવા પડશે. આજની પદ્ધતિ હવે કામ આપી શકે તેમ છે જ નહીં. કોઈ ચોક્કસ વૈકલ્પિક પદ્ધતિ તેણે સૂચવી નથી. પણ દિશાસૂચન પૂરતાં ઉપર કહ્યાં તેવાં કેટલાંક સૂચનો કર્યાં છે. તેનું કહે વું છે કે બહુમતી શાસન અને લઘુમતી સત્તાનો સમન્વય કરવો પડશે. ટોફલરની કલ્પના મુજબ આવતી કાલની લોકશાહીનું સ્વરૂપ વધુ ને વધુ પ્રત્યક્ષ લોકશાહીનું હશે. લોકો બધું પ્રતિનિધિ ઉપર છોડી દેવાને બદલે જાતે તેમાં ભાગ લેતા હશે. પ્રાતિનિધિકતા બને તેટલી ઓછી કરતાં જવી છે, અને લોકોને સીધા લોકશાહી પ્રક્રિયામાં સાંકળતા જવા છે. ે ા આજ ે વાસ્તવિક સ્થિતિ એ છે કે લોકોના ચૂંટલ પ્રતિનિધિઓ અમેરિકામાં વધુ ને વધુ તજ્જ્ઞોની મદદ ઉપર આધાર રાખતા થયા છે. બ્રિટનમાં વધુ ને વધુ સત્તા પાર્લમેન્ટને બદલે નોકરશાહીના હાથમાં ે ા પ્રતિનિધિઓએ જ ે સરતી જાય છે. આપણા ચૂંટલ અસંખ્ય સવાલો વિશે નિર્ણય કરવાના હોય છે, તેના વિશેનું એમનું પોતાનું જ્ઞાન ઘણું જ અલ્પ હોય છે. તેથી એમણે બીજાઓ પર આધાર રાખવો પડે છે. પરિણામે આ પ્રતિનિધિઓ આપણું તો શું, પોતાની જાતનુંયે પ્રતિનિધિત્વ કરતા નથી! એટલે [ એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


આજ ે હવે પ્રાતિનિધિક લોકશાહી સામેના વાંધાઓ વધુ ને વધુ મજબૂત બનતા જાય છે અને પ્રત્યક્ષ લોકશાહી સામેના વાંધાઓ નબળા પડતા જાય છે. નવી લોકશાહી વ્યવસ્થાનો ત્રીજો સિદ્ધાંત એ હશે કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું. કેટલાક નિર્ણયો સ્થાનિક સ્તરે જ લઈ લેવાય. કેટલાક રાષ્ટ્રીય સ્તરે અને કેટલાક સવાલોનો વિચાર જાગતિક સ્તરે થાય. આજ ે તો કેન્દ્રીકરણના બોજ નીચે આખું તંત્ર કચડાઈ રહ્યું છે. એટલે વિવેકપૂર્વક નવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અલબત્ત, ક્યારે ક સ્થાનિક રાજકારણ રાષ્ટ્રીય કરતાં વધુ ભ્રષ્ટાચારી હોય છે. સ્થાનિક માથાભારે તત્ત્વો પોતાની નાગચૂડ જમાવી બેસતાં હોય છે. અને તેમ છતાં એટલું નક્કી છે કે કેન્દ્રિત સત્તાનું સારી પેઠ ે વિકેન્દ્રીકરણ કર્યા વિના કોઈ પણ લોકતંત્ર તેના ખરા અર્થમાં ચલાવવાનું શક્ય નથી. અગાઉ એક નાનકડો સત્તાધારી ભદ્ર વર્ગ બીજા કોઈની મદદ વિના કે બીજા કોઈને પૂછ્યા વિના જ બધા નિર્ણયો પોતે લેતો. બીજુ ં મોજુ ં આવ્યું અને સમાજનું સ્વરૂપ જટિલ થતું ગયું તેમ લેવા પડતા નિર્ણયોનો વ્યાપ વધતો ગયો. તેની સાથે સત્તાના ટેક્નિશિયનોનો ભદ્ર વર્ગ પણ વધતો ગયો. મધ્યમ વર્ગના વધુ ને વધુ માણસો તેમાં ભળતા ગયા. એટલે કે જ ેમ જટિલતા વધુ તેમ નિર્ણયોનો વ્યાપ વધે અને તેમ લોકશાહીકરણ વધે. હવે એવી જ એક મોટી છલાંગ આજ ે માનવજાત ભરી રહી છે. એટલે લોકશાહીનું વિસ્તૃતિકરણ કરવું કે નહીં એવો કોઈ સવાલ જ નથી. ઉત્ક્રાંતિની પ્રક્રિયાની તે એક અનિવાર્યતા છે. તેના વિના નવી વ્યવસ્થા ચાલી જ ન શકે. માટે આવતી કાલની લોકશાહી વ્યવસ્થામાં લોકો પોતે વધુ ને વધુ ભાગ લેતા જશે.

આ કહે વાતા પ્રતિનિધિઓને બદલે વધુ ને વધુ નિર્ણયો લોકોએ જાતે કરવા પડશે. સીધા લોકો નિર્ણય કરતા હોય એવી અવસ્થામાં કેટલાંક ભયસ્થાનો વિશે પણ સજાગ રહે વું પડશે. તત્કાળના લાગણીના ઉદ્રેકમાં તણાઈ ન જવાય તે જોવું પડશે. લોકલાગણીનો જુ વાળ ઘણી વાર વિવેક ચૂકી જતો હોય છે. આ જુ વાળ શાંત પડી જાય અને સ્વસ્થ ચિત્તે નિર્ણય થાય તે માટે થોડોક સમય વહી જવા દેવો જોઈએ. એવું પણ થઈ શકે કે કેટલાક મહત્ત્વના નિર્ણયોના અમલ પહે લાં બીજી વાર લોકમત લેવાવો જોઈએ. ૧૯૭૫ના અરસામાં સ્વીડનમાં દેશની ઊર્જાનીતિ ઘડવા પહે લાં સરકારે લોકોનો મત પણ જાણવા માગ્યો. બધા નાગરિકોને આવી બાબતનું પૂરતું ટેક્નિકલ જ્ઞાન ન હોય તથા ઊર્જા-સ્રોતોના વિવિધ વિકલ્પોની જાણ ન હોય તેટલા માટે સરકારે એવી માહિતી આપતો ૧૦ કલાકનો કોર્સ ચલાવ્યો. કેટલીક બીજી સંસ્થાઓએ પણ આવા કોર્સ ચલાવ્યા. આશા એવી હતી કે દસેક હજાર લોકો આમાં ભાગ લેશે. પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે ૭૦થી ૮૦ હજાર લોકોએ આમાં ભાગ લીધો. અમેરિકાના ઓહિયો રાજ્યના કોલમ્બસ નગરમાં ટીવી વ્યવસ્થા દ્વારા લોકોએ સ્થાનિક આયોજન અંગે ચર્ચા-વિચારણા કરી. દરે ક જણ ઘેર બેઠાં ટીવીનું બટન દાબીને પોતાનું મંતવ્ય રજૂ કરી શકતો હતો અને પોતાનો મત પણ આપી શકતો હતો. આવી રીતે લોકો ઘણા નિર્ણયો જાતે લઈ શકશે. આ માટે પણ જાતજાતના પ્રયોગો કરવા પડશે, અને અત્યાર સુધી વિચારતા આવ્યા છીએ તેના કરતાં નવી જ ઢબે વિચારવું પડશે. એટલું તો નક્કી છે કે o

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૯]

123


સ્મૃતિઓનો સુંદર, જીવંત આલેખ :

‘ગાંધી ઍટ ફર્સ્ટ સાઇટ’

પુસ્તક પરિચય સોનલ પરીખ

મહાત્મા ગાંધી વિશે વાંચનારાઓથી થોમસ વેબરનું મળેલા લોકોમાંની ૪૨ પ્રસિદ્ધ વ્યક્તિઓની ગાંધી

નામ અજાણ્યું ન જ હોય. આ ઑસ્ટ્રેલિયન ગાંધી સ્કૉલરે પોતાના ‘ગાંધી ઍટ ફર્સ્ટ સાઇટ’ પુસ્તકમાં લખ્યું છે, ‘મેં ગાંધીને પહે લવહે લા ૧૯૭૬માં જોયા.’ સાલ વાંચીને આપણે ચોંકીએ, ત્યાં જ વાક્યનો ઉત્તરાર્ધ આવે, ‘મેં ગાંધીને પહે લવહે લા ૧૯૭૬માં જોયા, મૅડમ તુસાદ મ્યુઝિયમમાં, મીણના પૂતળા રૂપે — પણ એ દર્શને પણ મને હલાવી નાખ્યો. સૂટડે બૂટડે ને મિલિટરી યુનિફૉર્મમાં સજ્જ પ્રભાવશાળી પુરુષો વચ્ચે ઊભેલા આ નાનકડા, બોખા, શામળા, ધોતીધારી ને હસમુખા ચહે રાવાળા માણસે એક વાર આખી દુનિયાને પ્રભાવિત કરી હતી! એ ક્ષણે મને વિચાર આવ્યો, જો હં ુ તેમનું મીણનું પૂતળું જોઈને આખો હલી ગયો, તો જ ેમણે ગાંધીજીને ખરે ખર જોયા હશે તેમને પહે લી મુલાકાતમાં શું નહીં થયું હોય? તેમનાં તો જીવન જ બદલાઈ ગયાં હશે.’ ૨૦૧૫માં પ્રકાશિત થયેલું, ૨૮૦ પાનાંનું ‘ગાંધી ઍટ ફર્સ્ટ સાઇટ’ પુસ્તક આ વિચારમાંથી આકાર પામ્યું છે. થોમસ વેબરે ભારે જહે મતપૂર્વક, ક્યાંક્યાંથી સંદર્ભો મેળવીને આ પુસ્તકનું સંપાદન કર્યું છે. પ્રકાશક છે ‘ધ લોટસ કલેક્શન, રોલી બુક્સ પ્રા. લિ., એમ ૭૫, ગ્રેટર કૈલાશ ટુ માર્કેટ, ન્યૂ દિલ્હી. પુસ્તકનો વિષય છે ૧૯૦૪થી ૧૯૪૮ સુધીના ગાળા દરમિયાન ગાંધીજીને 124

સાથેની પહે લી મુલાકાતનું વર્ણન. ૧૮૯૩ના મે મહિનામાં ૨૪ વર્ષના મોહનદાસ ગાંધીને દક્ષિણ આફ્રિકાના પિટર્સમૅરિત્સબર્ગ સ્ટેશને ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી મૂકવામાં આવ્યા હતા. આ ઘટનાના એક વર્ષ પછી એટલે કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના નેજા હે ઠળ પ્રવાસી ભારતીયોના હિતોની રક્ષા અને રં ગભેદની નીતિ વિરુદ્ધ કામ કરવા માટે એક સંગઠન નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસની સ્થાપના થઈ. ત્યાર પછીના દસ વર્ષમાં ગાંધીજીએ આ દિશામાં નોંધપાત્ર કામો કરી દક્ષિણ આફ્રિકા, ભારત અને બ્રિટનનું ધ્યાન ખેંચ્યું હતું. તેમનું વર્તુળ સતત વિકસતું અને વૈવિધ્યપૂર્ણ હતું. પ્રતિભાઓને આકર્ષવાની, પારખવાની અને તેમને ભવ્ય ધ્યેય સાથે જોડી રાખવાની શક્તિ તેમનામાં હતી. આ પુસ્તકમાં હે નરી પોલાક, જોસેફ ડૉક, સરોજિની નાયડુ, આચાર્ય કૃ પાલાની, રાજકુ મારી અમૃતકૌર, વિનોબાજી, રાજ ેન્દ્રપ્રસાદ, મૅડલિ ે ન સ્લૅડ, જ ે. સી. કુ મારપ્પા, ચાર્લી ચૅપ્લિન, વેબ મિલર, રોમાં રોલાં, શ્રીમન્નારાયણ, લૉર્ડ માઉન્ટબેટન, વિન્સેન્ટ શીન જ ેવી વ્યક્તિઓની મહાત્મા ગાંધી સાથેની મુલાકાત તેમના જ શબ્દોમાં વર્ણવાઈ છે. સાથે જ ે તે વ્યક્તિઓની ટૂ કં ી ઓળખ આપવામાં આવી છે. દરે ક વ્યક્તિ પોતાની રીતે ઉલ્લેખનીય છે, પણ તેમનું વર્ણન કરવામાં આ પુસ્તકનું કેન્દ્ર — ગાંધી સાથેની એ વ્યક્તિઓની પ્રથમ મુલાકાત — બિલકુ લ વીસરાઈ ન જાય અને તેમની ઓળખ મુલાકાતને એક સંદર્ભ મળે, એક પરિમાણ આપવા માટે પૂરતી [ એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


પણ હોય તેનું સંતુલન સંપાદકે જાળવ્યું છે. પહે લી વ્યક્તિ છે હે નરી પોલાક. હે નરી પોલાક યહૂદી હતા અને ‘ટ્રાન્સવાલ ક્રિટિક’માં લખતા. ગાંધીજીએ તાજુ ં જ ‘ઇન્ડિયન ઑપિનિયન’ ખરીદ્યું હતું. તેમાં છપાતા ભારતીય સંસ્કૃ તિ અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસી ભારતીયોની સમસ્યા વિશેના ગાંધીજીના લેખો જોઈ તેઓ ૧૯૦૪માં ગાંધીજીને મળવા ગયા હતા. “ગાંધીનો ઓરડો સાદો હતો.” પોલાક લખે છે, “ભીંત પર દાદાભાઈ નવરોજી, ગોખલે, ટૉલ્સટૉય અને ઇસુખ્રિસ્તના પૉટ્રેટ લટકતાં હતાં. મોટા એક ઘોડા પર દળદાર પુસ્તકો હતાં, જ ેમાં મેં બાઇબલ પણ જોયું. તેમણે ઉષ્માપૂર્વક મારું અભિવાદન કર્યું. તરત અમે મૂળ વાત પર આવ્યા. ભારતીયોને પડતી મુશ્કેલીઓ, તેમને થતા અન્યાય અને તેમની મહે નતનો બ્રિટિશ લોકો દ્વારા લેવાતો ગેરલાભ ગાંધી વર્ણવતા હતા. તેમની વાતોમાં મક્કમતા અને નિર્ધાર હતાં, પણ ગુસ્સાનો એક પણ શબ્દ તેમણે ઉચ્ચાર્યો નહીં, કે ન કોઈ વ્યક્તિની ટીકા કરી. ‘ઇન્ડિયન ઓપિનિયન’માં સેવા આપવાનો મારો વિચાર પાકો થયો.” ત્યાર પછી પોલાક ગાંધીજીના મિત્ર બની ગયા ને બાર વર્ષ સુધી ‘ઇન્ડિયન ઓપિનિયન’માં જોડાયેલા રહ્યા. રસ્કિનનું પુસ્તક ‘અનટુ ધિસ લાસ્ટ’ તેમણે જ ગાંધીજીને વાંચવા આપ્યું હતું. એ પુસ્તકે ગાંધીજીના જીવન પર કરે લી અસરને આપણે જાણીએ છીએ. જીવનભર પોલાક ગાંધીજીના નિકટના મિત્ર રહ્યા. તેમનાં પત્ની મિલિ પોલાક પહે લી મુલાકાતમાં ગાંધીજીની આંખોથી પ્રભાવિત થયાં હતાં — “હી હે ઝ ગોટ ધ કાઇન્ડેસ્ટ આઇઝ ઇન ધ વર્લ્ડ” તેઓ લખે છે. જૉસેફ ડૉક જ ેમણે ગાંધીજીનું પહે લું અધિકૃત જીવનચરિત્ર લખ્યું, તેઓ પાદરી હતા. ૧૯૦૭માં ગાંધીજીની સવિનય પ્રતિકાર પદ્ધતિથી આકર્ષાઈ नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૯]

તેઓ તેમને મળવા ગયા હતા. “ગાંધીના હૃદયની ભવ્યતા, ધૈર્ય, સતર્કતા, સામર્થ્ય અને પારદર્શક પ્રામાણિકતા જોઈ હં ુ પ્રભાવિત થયો. અમે મિત્રો તરીકે જુ દા પડ્યા.” આ મૈત્રી જીવનભર ટકી. ૧૯૦૯માં તેમણે ગાંધીજીનું જીવનચરિત્ર લખ્યું, જ ેની એક નકલ ગાંધીજીએ ટૉલ્સટૉયને મોકલી હતી. ગાંધીજીએ પોતાનું પ્રિય ‘લીડ કાઇન્ડલી લાઇટ’ જૉસેફ ડૉકની પુત્રી ઑલિવ પાસેથી પહે લીવાર સાંભળ્યું હતું. ‘ભારતનાં બુલબુલ’, કવયિત્રી, સ્વાતંત્ર્યસેનાની, નારીવાદી કર્મશીલ સરોજિની નાયડુ લંડનકૅ મ્બ્રિજમાં ભણેલાં. તેઓ ગાંધીજીને પહે લીવાર ૧૯૧૪માં લંડનમાં મળ્યા હતાં. ત્યારે ગાંધીજી દ. આફ્રિકાથી ભારત આવતા હતા. પહે લી જ મુલાકાતમાં બંને વચ્ચે મૈત્રી થઈ ગઈ હતી અને સરોજિનીદેવીએ ગાંધીજી જ ે લાકડાનાં વાસણમાં જમતા હતા તેના પર ટકોર પણ કરી હતી જ ેના પર ગાંધીજી ખડખડાટ હસ્યા હતા. સરોજિનીદેવી અને ગાંધીજી બંનેમાં ભારોભાર રમૂજવૃત્તિ હતી. બંને મળે ત્યારે હાસ્યના ફુવારા ઊડતા જ હોય. તેઓ ગાંધીજીને મિકી માઉસ કહે તાં અને તેમનો ગરીબીનો આગ્રહ બીજા બધાને મોંઘો પડે છે તેવું કહી દેતાં. આચાર્ય કૃ પાલાની ગાંધીજીને પહે લીવાર શાંતિનિકેતનમાં મળ્યા હતા. ગાંધીજીની સાદાઈ, શ્રમ વગેરે વાતો કૃ પાલાનીજીને ગળે ઊતરી ન હતી, છતાં કૂ તુહલથી મળવા ગયા હતા. એક અઠવાડિયું રહ્યા. “મેં જોયું કે ગાંધી જ ે કરે તેમાં જીવ રે ડી દે છે. બધું ન્યાયી રીતે થવું જોઈએ તેવો આગ્રહ છોડતા નથી. સાદા, હસમુખા અને પ્રસન્ન છે છતાં ખૂબ દૃઢ, નિર્ભય અને ગમે તે ભોગે સત્યને વળગી રહે છે.” પછીથી તેઓ ગાંધીજીના નિકટના સાથી બન્યા. પુસ્તકમાંથી પસાર થતા જઈએ તેમ સ્પષ્ટ થાય 125


છે કે ઘણીવાર એવું બન્યું છે કે લોકો ગાંધીજીને મળવા જાય ત્યારે ગાંધીજી જમતા હોય કે પછી તેમને મૌનવાર હોય. તેમને ખજૂ ર, મગફળી વગેરે ખાતા જોઈ લોકોને બહુ આશ્ચર્ય થતું. કપૂરથલાની રાજકુ મારી અમૃતકૌર ઇંગ્લૅન્ડમાં ભણેલાં. અપરિણીત હતાં. સેવાગ્રામ આશ્રમમાં રહે તાં અને સ્ત્રીઓ માટે કામ કરતાં. સ્વતંત્ર ભારતનાં પહે લાં આરોગ્યમંત્રી બન્યાં હતાં. તેઓ જલિયાંવાલાંમાં ગાંધીજીને પહે લીવાર મળ્યાં. ખાદીની ચર્ચા થઈ હતી, પણ બંને વચ્ચે એકમતી સધાઈ ન હતી. વિનોબાજી ૧૯૧૬માં મળ્યા. એ પહે લાં તેમણે બનારસમાં ગાંધીજીનું ભાષણ સાંભળ્યું હતું જ ેમાં ગાંધીજીએ રાજાઓને, નેતાઓને ને અંગ્રેજોને આડેહાથ લીધા હતા. વિનોબાજીએ જોયું કે પોતે જ ેની શોધ કરે છે તે હિમાલયની શાંતિ ને બંગાળની ક્રાંતિ ગાંધીજીમાં છે એટલે સમય માગી સાબરમતી આશ્રમમાં આવી મળ્યા. ગાંધીજી તે વખતે શાક સમારતા હતા. વિનોબાજીને ભારે નવાઈ લાગી. ગાંધીજીએ તેમને પણ એક ચપ્પુ પકડાવ્યું અને કહ્યું, “તમે જ્ઞાનના ઉપાસક છો તેથી દૂબળા હો તેમાં તો નવાઈ નથી, પણ તમે નબળા લાગો છો. એ ન ચાલે.” વિનોબાજી પછીથી પહે લા વ્યક્તિગત સત્યાગ્રહી અને ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર બન્યા. સ્વતંત્ર ભારતની બંધારણસભાના પ્રમુખ અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજ ેન્દ્રપ્રસાદ ગાંધીજીને પહે લીવાર ચંપારણ સત્યાગ્રહ દરમિયાન મળ્યા હતા. ત્યારે રાજ ેન્દ્રપ્રસાદ ગોખલેના ભારત સેવક સંઘના સભ્ય અને બિહારના યુવાન નેતા હતા. ગાંધીજીના દ. આફ્રિકાના કામથી સારા એવા પરિચિત હતા. બ્રિટિશ ઍડમિરલનાં પુત્રી મૅડલિ ે ન સ્લૅડ — મીરાબહે ન ગાંધીજીની શિષ્યા થવા ઇંગ્લૅન્ડથી આવ્યાં હતાં. આવતાં પહે લાં ગાંધીજી સાથે 126

પત્રવ્યવહાર કરી મંજૂરી માગી હતી અને પોતાના ઘરમાં આશ્રમજીવન જ ેવું જીવન જીવવાની તાલીમ પણ લીધી હતી. સાબરમતી આશ્રમમાં પહે લીવાર ગાંધીજીને જોઈ તેઓ અભિભૂત થઈ ઘૂંટણિયે પડી ગયાં હતાં. ગાંધીજીએ તેમને ઉઠાડ્યાં અને કહ્યું, ‘આજથી તું મારી દીકરી બનીને રહે શે.’ ૧૯૨૫થી તેઓ ગાંધીજી સાથે જ રહ્યાં હતાં. ગાંધીજીના મૃત્યુ પછી ૧૧ વર્ષ સુધી તેમનાં કામ હિમાલયના ગ્રામપ્રદેશોમાં કરતાં મીરાબહે ન પછીથી વિયેના ચાલ્યાં ગયાં હતાં. ચાર્લી ચૅપ્લિને લંડનના મજૂ ર વિસ્તારમાં ગાંધીજી સાથે થયેલી મુલાકાતને વર્ણવતાં લખ્યું છે, “અમારે યંત્ર વિશે ચર્ચા થઈ. મેં કહ્યું, ‘યંત્ર માણસને મજૂ રીમાંથી મુક્ત કરે છે.’ ગાંધી બોલ્યા, ‘ભારતની વાત જુ દી છે. ભારતે પહે લાં તો અંગ્રેજોથી મુક્ત થવાનું છે. યંત્રોને કારણે જ અમે અંગ્રેજોના ગુલામ બન્યા છીએ. તેથી પહે લાં તો અમે યંત્રથી પણ મુક્ત થશું.’ ત્યાર પછી તેમણે તેમના ચારપાંચ સાથીઓ સાથે ભોંય પર બેસીને પ્રાર્થના કરી. એ અત્યંત વાસ્તવવાદી, મહામુત્સદ્દી બેરિસ્ટરને પ્રાર્થનામાં ઓગળી જતો હં ુ જોઈ રહ્યો.” લૉર્ડ માઉન્ટબેટન અને એડવિનાને મહાત્મા ગાંધી ‘બેસ્ટ ફ્રેન્ડ્ઝ’ કહે તા. જ ે. સી. કુ મારપ્પા તાંજોરના ખ્રિસ્તી, યુરોપમાં ભણેલા રાષ્ટ્રવાદી હતા. ગાંધીજી સાથે તેમની મુલાકાત મણિભવનમાં થઈ હતી. “જમીન પર બેસીને ચરખો કાંતતા ગાંધીજીની સાદગી અને તર્કશક્તિએ મને પરાસ્ત કર્યો.” જોકે આ પુસ્તકમાં નેહરુ, સરદાર પટેલ, ગોખલે જ ેવાઓની ગેરહાજરી આંખે ચડે છે. ઉપરાંત બધી વાતો વ્યક્તિગત છે, તેના પરથી કોઈ ઑબ્જેક્ટિવ ચિત્ર મળે જ તેવું ન કહે વાય. થોડી ભૂલો થવાનો પણ સંભવ રહે . પણ આ બધી મુલાકાતો પરથી ગાંધીજીની અદ્ભુત પ્રત્યાયનશક્તિનું દર્શન થાય [ એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કેથેરિન મેયો સુધીની વ્યક્તિઓને માટે ગાંધીજીની મુલાકાત એ મોટો પરિવર્તક અનુભવ રહ્યો હતો. તેમની આ પરિવર્તન ક્ષણને તેમના જ શબ્દોમાં પામવી એ આપણા માટે પણ એક ધન્ય ઘટના બની રહે છે. ગાંધીજીની વિદાયને પણ દાયકાઓ થઈ ગયા છે ત્યારે ગાંધીજીના ભારતઆગમનની શતાબ્દીના વર્ષે પ્રગટ થયેલું આ પુસ્તક ગાંધીસાર્ધશતાબ્દી વર્ષે પણ એટલું જ તાજુ ં છે.

છે. પહે લી મુલાકાતમાં જ શ્રદ્ધા ને મૈત્રીનાં બીજ વવાઈ જાય છે. વિદેશીઓમાંના ઘણા ગાંધીજીને મળ્યા પહે લાં તેમને ‘બાપુ’ સંબોધનમાં ભારતની વિભૂતિપૂજાવૃત્તિ લાગતી હતી. પણ તેઓ ગાંધીજીને મળ્યા ત્યારે તેમને પ્રતીતિ થઈ હતી કે તેઓ ખરે ખર વિભૂતિ જ છે. તેમને માટે ‘બાપુ’ સંબોધન સાર્થક  છ.ે થોમસ વૅબરની શૈલીમાં જીવંતતા છે, રોચકતા છે. સરોજિની નાયડુથી માંડીને રોમાં રોલાં અને o

ગંભીરસિંહજીએ ખૂબ મહે નત કરીને બીજા કોઈ લખી ના શકે એવું વિરલ પુસ્તક આપ્યું છે. ડૉ. ધીરુભાઈ ઠાકર (૧૯૧૮–૨૦૧૪), અમદાવાદ આ ગ્રંથ એક ઉત્તમ જીવનચરિત્ર છે. અહીં જ ેટલો ઇતિહાસ છે એટલી જ સાહિત્યિક રજૂ આત છે. નરોત્તમ પલાણ, પોરબંદર ‘ગાંધીજી, પ્રિન્સ રણજી અને ક્રિકેટ’ તથા ‘ગાંધીયુગના સત્યાગ્રહી, શિક્ષક, સંશોધક, સાહિત્યકારૹ રામનારાયણ ના. પાઠક’ લેખો થકી અને કદાચ એ પહે લાંથી પણ ‘नवजीवनનો અક્ષરદેહ’ના વાચકો ગંભીરસિંહ ગોહિલની સાહિત્યિક-સંશોધક-દૃષ્ટિથી વાકેફ હશે. ભાવનગરના મહારાજા કૃ ષ્ણકુ મારસિંહજી વિશેનું આ પુસ્તક તેમની ૧૪ વર્ષની સંશોધન અને મહે નતનો પરિપાક છે. ગુજરાતી સાહિત્ય પરિષદે વર્ષ ૨૦૧૨ની શ્રેષ્ઠ જીવનકથા તરીકે આ પુસ્તકને નવાજ્યું છે તો ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ વર્ષ ૨૦૧૨–૧૩ માટે જીવનકથાના પ્રકાશનોમાં આ પુસ્તકને પ્રથમ પારિતોષિક આપ્યું છે. કૃ ષ્ણકુ મારસિંહજી વિશેનાં ૬૦૦ ઉપરાંત પાનાં અને કલર ફોટા સહિત કુ લ ૪૦૦ જ ેટલાં ફોટા સમાવતા આ જીવનચરિત્રની અન્ય ઉપલબ્ધિ એ છે કે તેમાંનું એક પ્રકરણ ધો.૮ના પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન પામ્યું છે. લેખકના પોતાના જ રાજવી પ્રકાશને પ્રસિદ્ધ કરે લા આ પુસ્તકના મુખ્ય વિક્રેતા તરીકે નવજીવન છે અને ગુજરાતી પ્રકાશનોમાં ઉત્તમ નમૂના રૂપ ઈ-બુક e-શબ્દ પર ઉપલબ્ધ છે. – સં.

મુખ્ય વિક્રેતા નવજીવન પ્રકાશન મંદિર સરનામું, ઇમેઇલ અને વેબસાઇટ માટે જુ ઓ આવરણ ૨

ઈ-બુક માટે સંપર્ક e-શબ્દૹ http://www.e-shabda.com/ Telૹ +91–79–67124222 • Faxૹ +91–79–30487400 Emailૹ Informationૹ info@e-shabda.com Sales: sales@e-shabda.com

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

મે, ૨૦૧૯ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી હિં મતલાલ ન. ભાવસાર, બાઇન્ડિંગ વિભાગ શ્રી મયૂરભાઈ જ. શાહ, ફોટોકંપોઝ વિભાગ

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૯]

• જ. તા.  ૧૧-૦૫-’૬૨

• જ. તા.  ૨૩-૦૫-’૬૧

127


ગાંધીજીની આરોગ્યદૃષ્ટિ દક્ષા વિ. પટ્ટણી ગાંધીવિચારના અભ્યાસી દક્ષા વિ. પટ્ટણીનું ગત મહિને લાંબી માંદગી બાદ ૮૧ વર્ષની ઉંમરે અવસાન (તા. ૧૦-૦૩-૨૦૧૯) થયું. દક્ષાબહે ને તેમના પીએચ.ડી.ના અભ્યાસ દરમિયાન તૈયાર કરે લા મહાશોધનિબંધ ‘ગાંધીજીનું ચિંતન’માં રોજિંદા જીવનથી માંડીને સત્ય, અહિં સા, સત્યાગ્રહ જ ેવા અનેક મુદ્દે ગાંધીજીના વ્યવહારમાંથી પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે પ્રગટ થતા ચિંતન વિશે અભ્યાસ કર્યો છે. આ માટે ગાંધીજીએ જ લખેલા-કહે લા શબ્દોનો તેમણે ભરપૂર આધાર લીધો છે. દક્ષાબહે નના આ મહાશોધનિબંધનાં વિવિધ પ્રકરણો પુસ્તકો સ્વરૂપે પ્રગટ થયાં છે અને અહીં એ નિબંધના છઠ્ઠા પ્રકરણને રજૂ કરતાં પુસ્તક 'ગાંધીજીના ચિંતનમાં સત્યાગ્રહ'માં આરોગ્યને અનુલક્ષીને ગાંધીજીના પ્રગટ થતા ચિંતન વિશે સંપાદિત અંશો રજૂ કર્યા છે. તાજ ેતરમાં ગાંધીજીના સ્વાસ્થ્ય સંદર્ભે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા પણ ‘ગાંધી ઍન્ડ હે લ્થ@150’ નામનું એક પુસ્તક પ્રકાશિત થયું છે; ત્યારે પ્રસ્તુત પ્રકરણ વાંચવા જ ેવું બની રહે છે…

અખંડ જીવનનો ઉપાસક આરોગ્યમાં માત્ર મેલો જો મનુષ્ય કાઢતો જાય તો શરીરે અને મને

શારીરિક આરોગ્યની જ વાત કરતો નથી. એમની દૃષ્ટિએ સંપૂર્ણ આરોગ્ય માટે શરીરની સાથે મન, બુદ્ધિ અને આત્મા પણ નીરોગી હોવાં જોઈએ. તે જ પૂર્ણ આરોગ્ય છે. ગાંધીજી તો કહે છે કે “આપણી આરોગ્યતાની વ્યાખ્યા પ્રમાણે ક્રોધી માણસ પણ નીરોગી ન ગણાય.”1 કુ દરતના નિયમમાં શ્રદ્ધા હોવાને કારણે ગાંધીજી એમ પણ માને છે કે માનસિક અને શારીરિક આરોગ્ય પરસ્પરાવલંબી છે. એક વિના બીજુ ં શક્ય નથી, ગાંધીજી તો સ્પષ્ટ કહે છે કે “શારીરિક રોગમાત્ર માનસિક સ્થિતિના આધાર પર છે.”2 અને એથી તો તન અને મન બન્નેની દુરસ્ત સ્થિતિનું એ કેવું સ્પષ્ટ ચિત્ર આપે છે. “સામાન્ય ચાલે, ટટાર શરીરે , દૃષ્ટિ ભોંય ભણી રાખીને શાંત ચિત્તે એકાંત, સ્વચ્છ સ્થાનમાં ચાલતા જવું તે દરમિયાન જ ેમ ફે ફસાં સ્વચ્છ હવાથી સાફ થતાં જાય તેમ સ્વચ્છ વિચારોથી હૃદયના ને મગજના 1. ગાંધીજી, ‘ગાંધી શિક્ષણ’ ભાગ–૩ આરોગ્ય પા. ૩૧. 2. મનુબહે ન ગાંધી, ‘બિહારની કોમી આગમાં’ આવૃત્તિ પહે લી, તા. ૧૩-૦૩-૪૭. 128

બળવાન થાય જ”3આમ ગાંધીજી સર્વાંગી આરોગ્યની ઉપાસના કરે છે. એમની દૃષ્ટિએ એક ઇન્દ્રિયનો વિકાર અનેક દોષને સર્જે છે.4 એમની જીવનલક્ષી ચિંતનપદ્ધતિમાં એ આ વિચારોને વ્યવહારમાં મૂકે છે. પદ્ધતિ કેન્દ્રોત્સર્ગી હોવાથી એ પ્રયોગ તેના પોતાના જ જીવનથી શરૂ થાય છે. “પ્રાણપોષક આહારના અખતરાની શરૂઆત ઓગસ્ટ ૨૨, ૧૮૯૩થી કરી”5 અને પછી દક્ષિણ આફ્રિકામાં એ પ્રયોગો વિકસ્યા, મિત્રો સુધી વિસ્તર્યા. ગાંધીજી આત્મકથામાં નોંધે છે. મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન કેમ થાય એ એક ફિકર અને સત્યાગ્રહના યુદ્ધને સારુ વધારે માં

3. ગાંધીજી, ‘ગાંધીજીનું નવજીવન’ ભાગ-૪ પા. ૧૮૨૨. 4. “બહુ વિચાર કરતાં આપણે જોઈ શકીશું કે અસત્ય, લંપટબાજી, મિથ્યા ભાષણ, ચોરી વિગેરે દોષ આપણે કરીએ છીએ તેનું મહાકારણ આપણી સ્વાદેન્દ્રિયની સ્વતંત્રતા છે. જો આપણે આપણા સ્વાદને વશ રાખીએ તો બીજા વિષયોને નાબૂદ કરવા એ બહુ સહે લું છે.”(ગાંધીજી, ‘ગાંધી શિક્ષણ ભાગ-૩’ (આરોગ્ય) પા.   ૩૮.’) 5. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ ભાગ-૧ પા. ૬૨ને આધારે . [ એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


વધારે વખત કેમ બચી શકે અને વધારે શુદ્ધિ કેમ થાય? એ બીજી ફિકર. આ બે ફિકરોએ મને ખોરાકમાં વધારે સંયમ ને વધારે ફે રફારો કરવા પ્રેર્યો. વળી પૂર્વે જ ે ફે રફારો હં ુ મુખ્યત્વે આરોગ્યની દૃષ્ટિએ કરતો તે હવે ધાર્મિક દૃષ્ટિએ થવા લાગ્યા. આમાં ઉપવાસ અને અલ્પાહારે સ્થાન લીધું.” “મારા આ પ્રયોગમાં કેટલાક સાથીઓ હતા. આમાંના હરમેન કેલનબેક મુખ્ય હતા. તેમણે મારા પ્રત્યેક ઉપવાસમાં, એકટાણામાં તેમજ બીજાે ફે રફારોમાં મને સાથ દીધો હતો.”6 બ્રહ્મચર્યનું વ્રત લીધા પછી ઇન્દ્રિયદમનને અર્થે દૂધ છોડવાનો વિચાર સ્પષ્ટ થયો અને ગાયભેંસ ઉપર દૂધ મેળવવા માટે ગુજારવામાં આવતા ઘાતકીપણાનું સાહિત્ય વાંચી, કેલનબેક સાથે તેની ચર્ચા કરી. “...ને અમે બન્નેએ ટૉલ્સટૉય ફાર્મમાં તે જ ક્ષણે દૂધનો ત્યાગ કર્યો, આ બનાવ ૧૯૧૨ની સાલમાં બન્યો.”7 આ પ્રયોગનો વિસ્તાર કેલનબેક સુધી અટકતો નથી. એમણે આશ્રમનાં બાળકો ઉપર પણ દૂધનો પ્રયોગ કર્યો છે અને અંતે ગાંધીજી પોતે જ્યારે એ પ્રયોગમાં નિષ્ફળ ગયા ત્યારે સુમંત મહે તાએ તેની કડક ટીકા કરી છે. એ લખે છે — જ ે બીચારા છોકરાઓ આશ્રમમાં પહે લા જોડાયા(૧૯૧૬) તેમને ઘી કે દૂધ ન મળ્યાં પણ કાબરીનું તેલ ખાવું પડ્યું. હવે વિદ્યાર્થીઓને દૂધ મળી શકે છે… ગાંધીજીના પોતાના અખતરા બહુ સફળ નીવડ્યા નથી. કોઈ પણ માણસને પોતાના પર અખતરા કરવાનો હક હોય પણ સોંપેલાં છોકરાં પર નહીં.8 6. ગાંધીજી, ‘આત્મકથા’ આવૃત્તિ દસમી, પા. ૨૯૩, ૨૯૪. 7. એજન. પા. ૩૦૨ 8. સુમંત મહે તા. ‘ગાંધીજીનું ઘડતર’ પ્રસ્થાન-ગાંધી મણિમહોત્સવ અંક, પા. ૧૭.

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૯]

દૂધના ત્યાગ પછી ફળાહારનો પ્રયોગ શરૂ થાય છે. ગાંધીજી માને છે કે ખોરાક એ સર્વસ્વ નથી પણ વિકારી મન વિકારી ખોરાકથી વધારે ઉત્તેજીત બને છે.9 આથી ગાંધીજીએ સામાન્ય માણસ ખાઈ શકે તેવા ફળાહારના પ્રયોગો શરૂ કર્યા. એ પ્રયોગો એમણે વારં વાર કર્યા છે અને મન પર તેની અસર પણ અનુભવી છે. એ લખે છે — “મારો પૂર્વનો ચાર વર્ષનો અનુભવ એવો છે કે જ ે શારીરિક વિકારરહિતતા મારામા વનપક્વ વનસ્પતિ ખાવાથી આવી હતી તે હં ુ રાંધેલું ખાવા લાગ્યો ત્યારે ખોઈ બેઠો. એ જ નિર્વિકારતા હં ુ અત્યારે મેળવી રહ્યો છુ .ં ”10 આ ખોરાકના પ્રયોગમાં ગાંધીજીએ કરે લ દૂધનો પ્રયોગ એમના જીવનમાં અધૂરો રહ્યો અને મંદવાડને કારણે તેમણે જ ે પરિસ્થિતિમાં અને જ ે દલીલો સાથે દૂધનો પાછો સ્વીકાર કર્યો તે એક ચર્ચાનો વિષય છે. પરંતુ તેમાં ચર્ચાસ્પદ મુદ્દો એ દૂધનો પ્રયોગ નહીં પરંતુ ગાંધીજીની દલીલ છે. ... ગાંધીજીના સત્યના પ્રયોગમાં આ ખોરાકના પ્રયોગનું મહત્ત્વ ઘણું છે. ગાંધીજી લખે છે — “જ ેમ જ ેમ જીવનમાં ઊંડો ઊતરતો ગયો તેમ તેમ મને બહારના અને અંતરના આચારમાં ફે રફારો કરવાની જરૂર પડતી જણાઈ. જ ે ગતિથી રહે ણી અને ખર્ચમાં ફે રફારો થયા તે જ ગતિથી અથવા વધારે વેગથી ખોરાકમાં ફે રફારો કરવાનું શરૂ કર્યું.” 9. “મેલું મન ઉપવાસથી શુદ્ધ થતું નથી. ખોરાક તેની ઉપર અસર કરતો નથી. મનનો મેલ વિચારથી, ઈશ્વર ધ્યાનથી ને છેવટ ઈશ્વર પ્રસાદથી જ જાય છે. પણ મનને શરીર સાથે નિકટ સંબંધ છે અને વિકારી મન વિકારી ખોરાકને શોધે છે પછી તે ખોરાકો અને ભોગની અસર મન ઉપર થાય છે. તેથી ને તેટલે અંશે ખોરાકની ઉપર અંકુશની અને નિરાહારની આવશ્યકતા ઉત્પન્ન થાય છે.”(ગાંધીજી, ‘આત્મકથા’ આવૃત્તિ દસમી, પા. ૩૦૩.) 10. ગાંધીજી, ‘નવજીવન’ તા. ૨૧-૭-૨૯. 129


ગાંધીજીનું જીવનચિંતન પ્રકૃતિને અનુરૂપ છે એટલે એ માટીના અને પાણીના પ્રયોગ પણ આરોગ્ય માટે કરે છે.11 ગાંધીજી કહે છે — “મારી માન્યતા છે કે મનુષ્યોને દવા લેવાની ભાગ્યે જ જરૂર રહે છે. પથ્ય અને પાણી, માટી ઇત્યાદીના ઘરગથ્થુ ઉપચારોથી એક હારમાંથી નવસે નવાણું કેસ સારા થઈ શકે છે.”12 આમ ગાંધીજીની વિચારણામાં કુ દરતી ઉપચારોને વિશેષ મહત્ત્વ છે. અને આ બધા જ પ્રયોગોમાં ગમે તે પુસ્તકની અસર હોય તોપણ તેનાં નૈતિક પરિણામો મેળવવાની દૃષ્ટિ કે પ્રયત્ન એ ગાંધીજીની વિશેષતા છે, પ્રકૃતિ છે. પ્યારે લાલ નોંધે છે — ગાંધીજી ઉપર લૂઈ ક્યૂને અને એડોલ્ફ જુ સ્ટ જ ેવા નિસર્ગોપચારકોનાં લખાણોની ભારે અસર પડી હતી એ ખરું , પરંતુ કુ દરતી ઉપચાર અંગેની તેમની દૃષ્ટિ તત્ત્વતઃ આધ્યાત્મિક હતી. નીરોગી શરીરમાં નીરોગી મનના સિદ્ધાંતમાં તેઓ માનતા હતા, પરંતુ આપણે જ ે બહાર જોઈએ છીએ તે અંદરનું જ પ્રતિબિંબ છે, તેનો આવિર્ભાવ છે, એવા ઉપર જણાવેલા સિદ્ધાંતના વ્યત્યાસ પર તેઓ એથીયે વધારે ભાર મૂકતા હતા. ગાંધીજી, “મને લાગે છે કે, શાકાહારીઓએ શાકાહારનાં શારીરિક પરિણામો પર ભાર મૂકી બેસી ન રહે તાં તેનાં નૈતિક પરિણામો વિશે સંશોધન કરવુ.ં ”13 11. ગાંધીજી, ‘આત્મકથા’ આવૃત્તિ દસમી, પા. ૫૨. 12. કોઈ મિત્રે મારા હાથમાં જુ સ્ટનું 'રીટર્ન ટુ નેચર’(કુ દરત તરફ વળો) નામનું પુસ્તક મૂક્યું તેમાં મેં માટીના ઉપચાર વિષે વાંચ્યું, સૂકાં અને લીલાં ફળ જ મનુષ્યનો કુ દરતી ખોરાક છે, એ વાતનું પણ લેખકે બહુ સમર્થન કર્યું છે. કેવળ ફળાહારનો પ્રયોગ તો મેં આ વેળા ન આદર્યો પણ માટીના ઉપચાર તુરત શરૂ કર્યા. તેની મારા ઉપર અજાયબી ભરે લી અસર થઈ. (ગાંધીજી, ‘આત્મકથા’ આવૃત્તિ દસમી, પા. ૨૪૪.) 13. એજન. 130

આ કુ દરતી ઉપચાર ગાંધીજીની સમગ્ર જીવનપદ્ધતિ સાથે યોજનાપૂર્વક ગોઠવાયેલ છે. ગાંધીજી કહે છે — કુ દરતી ઉપચારની મારી વ્યાખ્યા પ્રમાણે ગ્રામોદ્ધાર અને આશ્રમની જીવનપદ્ધતિ… મળીને એક અખંડ અને સમગ્ર વસ્તુ બને છે. સર્વાંગી ગ્રામોદ્ધાર એ કુ દરતી ઉપચારની પરાકાષ્ઠા છે અને આશ્રમની જીવનપદ્ધતિ વિના ગામડાંઓ માટેના કુ દરતી ઉપચારોની હં ુ કલ્પના જ કરી શકતો નથી.14 ગાંધીજીની સેવાગાંવની આખી યોજના આ કુ દરતી ઉપચાર પર નિર્ભર છે. ગાંધીજીના તો ખોરાકના પ્રયોગો, માટીના કે પાણીના પ્રયોગો, એથી આગળ વ્યાપક અર્થમાં બ્રહ્મચર્યના અને મૌનના પ્રયોગો પણ તેમની આરોગ્યની વ્યાપક વ્યાખ્યામાં સમાઈ જાય છે. સ્વજીવનમાં પ્રયોગોથી આગળ જ્યારે સામાજિક જીવનમાં આરોગ્ય વિષે પ્રજાને તૈયાર કરવાની છે ત્યારે પણ ગાંધીજી કેટલીક પાયાની વાત લોકોને સમજાવે છે. જીવનમાં અન્ય પ્રશ્નો પરત્વે તેમ આરોગ્ય વિષે પણ ગાંધીજી એમ માને છે કે દર્દ ઊભું જ ન થાય એ આદર્શ પરિસ્થિતિ છે અને મનુષ્યનો પ્રયત્ન પણ રોગનાં કારણોને દૂર કરવાનો હોવો જોઈએ. એ મૂળનો વિચાર કર્યા વિના પરિણામોને રોકવાનો પ્રયત્ન ખોટો, ખર્ચાળ અને નિરૂપયોગી છે. એટલે તો ૧૯૩૪માં એ ગ્રામસેવકને કહે છે— “તમારું કામ તો આરોગ્ય કેમ જળવાય એ એમને શીખવવાનું છે, એ સ્વેચ્છાચારી થાય, ગંદા રહે , ઘરકામ ગંદા રાખે અને માંદા પડ્યા કરે ત્યારે મફત દવા આપો એ એમની સેવા નથી. પણ એમને સેવા, સંયમ, સ્વચ્છતા શીખવવાં, આરોગ્યના નિયમો શીખવવા એ સેવા છે.” 14. પ્યારે લાલ, ‘પૂર્ણાહુતિ’ ભાગ-૧ પા. ૧૯૨. [ એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


સ્વરાજ સંક્રાન્તિની કીમિયાગરી

અલવિદા હકુ શાહ

પ્રકાશ ન. શાહ

ગુજરાતને સામાન્યપણે ગાંધી ને (કેટલીક વાર જ ેવા વાટે નવયુગી ભાવના પ્રગટ કર્યા વિના કદાચ જોકે માપબહારના જોસ્સાથી સરદારનું) કહે વાનો ચાલ છે; અને બંને નિઃશંક એવી પ્રતિભાઓ છે જ ેનાથી ઓળખાવું ગમે. એમનાથી ગુજરાત અને ગુજરાતથી એ, પરસ્પર શોભે છે એમ તમે કહી શકો. વીસમી સદીમાં જ ે વિશ્વપુરુષો મહોર્યા, ગાંધી તે માંહે લા હતા. એમના જીવનકાર્યે એક એવો માહોલ બનાવ્યો કે સાધારણ માણસમાં રહે લી અસાધારણતા પ્રગટ થવા લાગી — અથવા તો, આપણે જ ેને સાધારણ અને સર્વસાધારણ કહીએ છીએ તે અકેકું જણ આગવી ઓળખ ધરાવતું અસાધારણ જણ છે, તે આપણને સમજાયું. જરા ઝડપથી, કંઈક ઉતાવળે, કદાચ જાડુ ં પણ લાગે એ રીતે કહીએ તો આપણો સમય રાજારજવાડાં અને મહાસૈન્યો તેમજ સેનાપતિઓ કે પછી કેવળ માંધાતાઓ અને મહાસત્તાઓનો સમય નથી; પણ જમાનો જનસાધારણનો છે, આમ આદમીનો છે એવી જ ે એક લોકશાહી સમજ ખીલવા લાગી એમાં ગાંધી કંઈક નિમિત્ત તો કંઈક અગ્રયાયી પૈકી  છ.ે તમે જુ ઓ કે ગોવર્ધનરામ બુદ્ધિધન જ ેવા અમાત્ય અને વિશિષ્ટ જનો રજવાડી દુનિયામાંથી લઈ આવ્યા, પણ એમનું અર્પણ નવા સમયના નાયક સરસ્વતીચંદ્રને વાલકેશ્વર — સુંદરગિરિની સધ્ધર અધ્ધર દુનિયાથી દૂર હટી, નીચે ઊતરી એટલે કે ઊંચે ઊઠી, કલ્યાણગ્રામ વસાવતો બનાવવાનું છે. મુનશી આવ્યા અને પ્રતાપી મનુષ્યોની સામંતી દુનિયા એના અસબાબ આખા સાથે લેતા આવ્યા. પણ લખતા તો હતા વીસમી સદીમાં એટલે કીર્તિદેવ

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૯]

છૂટકો નહોતો. ગોવર્ધનરામના મણિમહાલય અને કલ્યાણગ્રામ, મુનશીનું પાટણ, આ બધાંથી સેવાગ્રામ કે સાબરમતી આશ્રમ લગીની સંક્રાન્તિ બની આવી એમાં વચગાળાનો મોરચો ર. વ. દેસાઈનાં ભાવનાશાળી મધ્યમવર્ગી પાત્રોએ સંભાળ્યો અને ગાંધીની આબોહવામાં કંઈક નવું બની આવે એની ભોંય કેળવી. પન્નાલાલે ઈશાનિયા મલક અને લોકની વાત માંડી તો દર્શકે ગોપાળબાપાની વાડીમાં વિશ્વગ્રામ સર્જ્યું. પણ સ્વરાજ એ કંઈ મહાનગરો કે જનપદોમાં જ સીમિત રહી શકતું નથી. છેવાડાનાં ગામોમાં પણ નહીં, એવી જ ેની વિધિવત બાંધી આંકણી નથી એવો સુવિશાળ આદિવાસી સમુદાય કે ગામછેડ ે વાસમાં વસતા અને વસ્તીમાં કદાચ નયે ગણાતા લોકને પણ એનો સહભાગી સુખાનુભવ તો થવો રહે છે. આ પિછવાઈ પર ગુજરાતની કલાઘટના જોઈએ તો સ્વાભાવિક જ રવિશંકર રાવળથી આરં ભાયેલી નવયાત્રાનું સ્મરણ થાય. અત્યારના દાયકાઓના મોટા ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખ (જ ેમણે ક્યારે ક રવિભાઈ સાથે વિવાદ પણ વહોર્યો હશે), રવિશંકર રાવળ વ્યાખ્યાન પ્રકારનાં વિશેષ આયોજન પ્રતિવર્ષ કરતા માલૂમ પડે છે એમાં એમનો ઇતિહાસવિવેક અને કૃતજ્ઞતા વરતાય છે. મુંબઈની જ ે. જ ે. આટ્‌ર્સ અને વડોદરાની ફાઈન આટ્‌ર્સ સ્કૂલોનુંયે ઇતિહાસક્રમમાં સ્થાન છે. તમે જુ ઓ, કોલકાતા — શાંતિનિકેતનની અવનીન્દ્રનાથથી નંદલાલ બોઝની પરં પરા, એને પોતીકી રીતે સેવનારા કે.જી. 131


સુબ્રમણ્યન (મણિ સર) કે શંખો ચૌધરી, બેન્દ્રે ને બીજા; અને એ જ સ્કૂલના છાત્ર હકુ શાહ : કેવી રીતે આ સૌ એક પરં પરામાં છતાં નવ્યનિરાળા વરતાય છે! નંદબાબુએ હરિપુરા કૉંગ્રેસમાં ભારતીય પરં પરામાં સ્થાનીય સંસાધનો અને પ્રતીકોને યોજીને એક પ્રતિમાન સ્થાપ્યું એને આઠ દાયકા વીતી ગયા, પણ અઢી દાયકા પર ગાંધી સવાસો વખતે સાવરકુંડલામાં અખિલ હિંદ સંમેલન ટાંકણે ઝાડુથી માંડી ટોપલાટોપલી સહિતની લોકસામગ્રી યોજીસંયોજી હકુ શાહે જ ે સુશોભન કીધું હશે એ તો બિલકુ લ તળપદને પ્રગટ કરતું હતું. વાત એમ છે કે એકલવ્યના પ્રાયશ્ચિત્તરૂપ વેડછી પ્રયોગભૂમિના માહોલમાં ઉછરી વડોદરાની ફાઈન આટ્‌ર્સ સ્કૂલના નવ્ય સંસ્કારો સહ પેલા અંતઃસત્ત્વને અંકુરિત કરતા ચાલેલા હકુ શાહે ભેદની ભીંતો કંઈ અજબ જ ેવી રીતે ભાંગી જાણી. કલા એ કોઈ ખાસ એક વર્ગની બપૌતી કે બાંદી નથી, પણ ક્યાંયથી કેમે કરીને તે ફૂટી શકે છે, જ ે પેલું લોક — જનપદનેય વટી જતું આદિવાસી લોક — એના જીવનમાં જુ ઓને કલા કેવીક પ્રગટ થાય છે, હં ુ અને તમે એના સંસ્કારો કેમ ન ઝીલીએ? હકુ શાહની ચિત્રકારીમાં તો એની નવોન્મેષશાલી પ્રતિભા ઝળકી - અને એ પોતે કરીને ખસૂસ મોટી વાત હતી. પરંતુ એથી મોટુ ં કામ તો એ બની આવ્યું કે આપણે જ ેમ શ્રમિક-બૌદ્ધિક જુ વારાં હટાવવાની બલકે પારસ્પર્યની વાત કરતા હોઈએ છીએ તેમ એમણે દેખીતા સામાન્ય લોકમાં રહે લ કલાકારને પ્રીછ્‌યો અને પ્રગટ કર્યો તેમ પોંખ્યો. કેનવાસ પરની પીંછી કે કાંસ્ય કામનું સાધન, કલાની કેટલી સીમિત વ્યાખ્યા છે એ. કોણે કહ્યું, આર્ટિઝન અને આર્ટિસ્ટ જુ દા છે? તમે ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે વસાવા પરિવારોને 132

જુ ઓ. તે ‘સેવિયા’ બનાવી સેવ પાડે છે. આ સેવિયાને વળી શણગારાય અને ગીતો પણ ગવાય. વળી એનો આકાર પ્રકાર કોઈ ચોરસસપાટ નિર્જીવ જ ેવો નહીં પણ બળદનો — આખી વાત એ આદિવાસીઓને સારુ સમગ્ર જીવનના ઉત્સવની છે. બીજો એક દાખલો એ જવારિયા તરીકે ઓળખાતા કાપડનો આપતા. સ્કુટરસવાર કન્યકાઓ તરે હવાર ડ્રેસમાં સોહે છે એ પૈકી ઘણામાં આ જવારિયાનો ઉપયોગ થયેલો છે. આદિવાસીઓ તે કાપડ પર પોતાના રોજિંદા જીવનના ભાગરૂપ જવારદાણાની ટીપકી ભાત પાડે છે — તેથી એ જવારિયું કહે વાય છે — અને એમાંથી જિવાતા જીવનની એક સુવાસ ફોરે છે. આ ધાટીએ હકુ ભાઈએ સ્ટેલા ક્રેમરિશ સાથે રહી ફિલાડેલ્ફિયામાં મ્યુઝિયમ સર્જ્યું, ગૂજરાત વિદ્યાપીઠમાં આદિવાસી મ્યુઝિયમ વિકસાવ્યું, ઉદયપુર કને શિલ્પગ્રામની સંકલ્પના સાકાર કરી. શુભા મુદ્ગ ‌ લનું ગાન ચાલતું હોય અને હકુ શાહની ચિત્રકારી તેની જાણે કે જુ ગલબંધી હોય એવું ‘હમન હૈ ઈશ્ક’ પ્રકારનુંયે કામ કર્યું તો ‘નિત્ય ગાંધી’નીયે એક સૃષ્ટિ વિકસાવી. ઘણું બધું સંભારી શકીએ. પણ મુદ્દાની વાત એ છે કે સ્વરાજસંસ્કારે જ ેમ નીચે લગી ઝમવાનું છે તેમ નીચેથી ઉપર ભણીયે પૂગવાનું છે. જનસાધારણનો આ જ ે જગન, હકુ શાહ એના જોગી હતા. ક્ષેત્રે ક્ષેત્રે, આવા લોકો હશે ત્યારે સ્વરાજની સાર્થકતા અનુભવાશે. ચૂંટણીશોર વચ્ચે, એમની વિદાય નિમિત્તે, આ થોડીક વાત કરી, હવે સમેટતી વેળાએ જરી જુ દું કહે વું રહે છે - અને તે એ કે આ તરે હની સમસંવેદિત સર્જકતા ઝિલતા મેનિફે સ્ટો ક્યાં છે, કોઈક તો કહો.

[નિરીક્ષક, ૧ એપ્રિલ ૨૦૧૯માંથી]

[ એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કર્મયોગ મહાદેવ દેસાઈ ગીતા વિશે ગાંધીજીએ લખેલા ‘અનાસક્તિયોગ’ પુસ્તકનો મહાદેવભાઈ દેસાઈએ અંગ્રેજી અનુવાદ ‘ધ ગીતા એકૉર્ડિંગ ટુ ગાંધી’ નામે કર્યો છે. અલબત્ત, ઉત્તમ અનુવાદકાર તરીકેની ખ્યાતિ ધરાવતા મહાદેવભાઈ દેસાઈએ આ પુસ્તકમાં ગીતાના શ્લોકોનાં રહસ્ય અને અર્થોને વ્યાપક બનાવે તેવી સઘન અભ્યાસનોંધો પણ ઉમેરી છે. પરિણામે ગાંધીજીની દોઢસો પાનાંની આ પુસ્તિકા તેના અંગ્રેજી અવતારમાં, મૂળ પુસ્તકથી દોઢા કદની અને વિસ્તારમાં લગભગ ચારસો પાનાંની થઈ. આ પુસ્તકમાં તેની પ્રસ્તાવના રૂપે લખાયેલાં ૧૨૦ પાનાંમાં મહાદેવભાઈએ આખી ગીતાનો નિચોડ આપ્યો છે. આ પ્રસ્તાવનાનું શીર્ષક છે ‘માય સબમિશન’. જયંત મ. પંડ્યાએ પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવનાનો ‘ગીતાદર્શન’ નામે ગુજરાતી અનુવાદ કર્યો છે. નવજીવન દ્વારા આ પુસ્તકનું પુનઃમુદ્રણ થયું છે; ત્યારે તેમાંથી એક પ્રકરણને માણીએ. …

…જો સાક્ષાત્કાર આખા માણસને બદલીને તેને જગતને છેતરે છે. કર્મના બંધનથી મુક્તિ પરમ સ્વયં ઈશ્વરની કક્ષામાં મૂકતો હોય તો સાક્ષાત્કારને જ શા માટે વળગી ન રહે વું? ગણતરી જ ે હોય તે, પરંતુ કોઈ માણસ સંહારમાં થઈને ઈશ્વરના ધામે ન જ પહોંચી શકે. પરંતુ અનિવાર્ય હતા તેવા સંહારમાંથી શરીરને ડાઘ સુધ્ધાં ન લાગે તે રીતે પાર ઊતરવાનું રહસ્ય અર્જુનને ક્યારનુંય સમજાવી દેવામાં આવ્યું હતું, પરંતુ સાધ્યના આંજી નાખનારા ચળકાટમાં અર્જુન તેના સાધનને વીસરી ગયો છે. લડવાનું છોડી દઈ, મૂંગા બેસીને આત્માનું ચિંતન કરવું એ તેને માટે સહે લું હોવા છતાંય એટલું સહે લું ન હતું, કારણ કે કૃ ષ્ણ અર્જુનને, અર્જુન કરતાં પણ વધારે ઓળખે છે એવું આગળ કહે વાઈ ચૂક્યું છે. કોને ખબર કે એ સદેહે ખસી જાય પણ મનથી યુદ્ધની ગતિને જોતાં-વિચારતાં છેવટે ઝંપલાવવાનું નક્કી કરે , અને કદાચ ખરે ખર ન ઝંપલાવે તોપણ તેનું ચિત્ત લોહીમાં માથાબોળ રં ગાયા કરે . અને મનની ગાંઠ તનની ગાંઠ કરતાં વધારે ચુસ્ત હોય છે. શરીર ભલે નિષ્ક્રિય હોય, પણ મન તેની પાછળ; એટલે કે, જ ે વસ્તુમાંથી ઇન્દ્રિયને રોકી હોય તેની પાછળ, ભટક્યા કરે તો માણસ તેની જાતને અને

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૯]

શ્રેયસ્કર છે, પરંતુ અકર્મણ્યતા એ મુક્તિ નથી. જીવનમાં બે નિષ્ઠાઓ છે — જ્ઞાનયોગ અને કર્મયોગ. પરંતુ અકર્મણ્યતા એ કોઈ નિષ્ઠા નથી. જ્યાં પૂરેપૂરો આત્મસાક્ષાત્કાર હોય, જ્યાં કર્મ અને અકર્મ એક જ હોય, તે જ્ઞાનનિષ્ઠા સંપૂર્ણ અને ઇચ્છવા યોગ્ય ગણાય. પરંતુ અન્ય સ્થિતિને મુકાબલે એ પસંદગી કરવા જ ેવી સ્થિતિ નથી. એ એવી સ્થિતિ છે જ્યાં પસંદગી માટેની જગ્યા જ નથી. જ્યાં પસંદગીનો અવકાશ હોય અને તેની પસંદગી વિશે વિચાર કરવાની મોકળાશ હોય ત્યાં એક જ માર્ગ ખુલ્લો છે અને તે કર્મયોગ. અકર્મણ્યતા અને કર્મણ્યતા વચ્ચે, કોઈ પણ ઘડીએ કર્મણ્યતા વધારે સારી છે. કર્મ વિનાની જિંદગી એ વદતોવ્યાઘાત છે. ગુણોથી યુક્ત પ્રકૃતિ અકર્મણ્યતાને ઓળખતી નથી અને કોઈને સુખેથી જંપવા દેતી નથી. તેથી જ કર્મ અનિવાર્ય છે (૩. ૧–૮). સ્થિતિ આવી જ હોય તો તેનો અર્થ એવો ખરો કે માણસે પ્રકૃતિના પાલવ સાથે અને તેને પરિણામે જન્મમરણની ઘટમાળ સાથે બંધાઈ રહે વું? કૃ ષ્ણ કહે છે કે ત્યાગ વિનાનાં બધાં કર્મો બંધનકર્તા હોય 133


છે, કેમ કે ત્યાગ એ જીવનનો નિયમ છે, સર્જનોનો નિયમ છે. ઈશ્વરે મનુષ્યના કાનમાં ત્યાગનો મંત્ર ફૂંક્યો છે. તેણે મનુષ્યનું સર્જન કર્યું ત્યારે કહી દીધું હતું : “ત્યાગ થકી જ વધીશ અને ફળીશ.” અને વેદો જ ે રીતે કહે છે તે રીતે, ‘દુનિયાનું સર્જન થઈ શકે તે માટે ઈશ્વરે પણ તેની જાતનો ભોગ આપ્યો હતો. બધાં સર્જનોનો આરં ભ ત્યાગમાં છે, અને ત્યાગમાં છે તેમનું ધારણપોષણ. ત્યાગ એકસાથે કારણ અને પરિણામ બંને છે. જ ે કોઈ ત્યાગ વિના કશું કરે છે તે નિયમ તોડે છે, પાપ કરે છે, પાપનો ઉપભોગ કરે છે, પાપનો સંચય કરે છે. સ્વાર્થીપણું જો પાપ છે તો નિ:સ્વાર્થીપણું એ તેમાંથી મુક્તિ છે. જ ે લોકોએ ‘જાત’ના બધા ખ્યાલો ખંખેરી નાખ્યા છે, જ ેમણે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોની ભાતભાતની સૂરાવલિ પ્રમાણે નાચવાનું બંધ કરી દીધું છે, તેઓ બધી પ્રસન્નતા જાતમાંથી, બધાં આશ્વાસનો અને બધી તૃપ્તિ જાતમાંથી મેળવે છે. આવા લોકોને માટે કશું ફરજિયાત નથી, તેમની ઉપર કોઈ કાયદો લાદવામાં આવતો નથી, કેમ કે તેમની પાસે જ ેની ખાતરબરદાસ કરવી પડે એવી જાત જ નથી. તેવી વેળાએ ત્યાગનું જીવન અથવા તો જગત સાથેની એકતાનું જીવન એ કાયદાનું પાલન છે. કર્મમય અકર્મણ્યતા અથવા અકર્મમય કર્મણ્યતાની પ્રસન્ન સ્થિતિ પ્રાપ્ત થાય છે કેવળ નિરંતર અનાસક્ત કર્મથી અને તે જ परम સમીપે લઈ જાય છે (૩. ૯–૧૯) રાજા જનકે એ જ રીતે મોક્ષ મેળવ્યો હતો. ત્યાગ અને મનુષ્યની સેવા એમનો જીવનધબકાર હોવો જોઈએ, નહીં તો તેમની રાજધાની બળતી હતી ત્યારે , “મિથિલા બળીને રાખ થઈ જાય તોપણ મારું કશું બળવાનું નથી” એવું શાંતચિત્તે તે શી રીતે કહી શકે? આવું કહ્યા છતાં તેમને વિશે ગેરસમજ થઈ ન હતી. જ્યારે નીરોનું નામ જઘન્ય હૃદયહીનતાનો પર્યાય બની 134

ગયું છે ત્યારે જનકનું નામ આદરથી લેવાય છે અને તેમના અનાસક્તભાવે બોલાયેલા શબ્દો યાદ કરવામાં આવે છે. જ ેમાં પ્રત્યેક વિચાર માનવજાતની સેવા અર્થે થતો હોય તેવી સ્થિતિ જનકે પ્રાપ્ત કરી હતી. તેમણે ધાર્યું હોત તો એકાન્ત સાધના માટે નિવૃત્ત થઈ શક્યા હોત, પણ ઊલટાનું તેમણે રાજ્ય સંભાળવાનું પસંદ કર્યું. તેમના જ ેવા બીજા લોકો પણ હતા જ ેઓ પોતાને માટે જીવતા અને કામ કરતા ન હતા, કરતા હતા જગતને માટે — શૂરવીર અને ભદ્ર આત્માઓ સહાયકો અને સાથીઓ છે માનવજાતના. જગતનો નાશ ન થાય તે માટે ઈશ્વર પોતે પણ સદાય કાર્યરત રહે છે ચૂપચાપ અને સજાગ રહીને. અજ્ઞાનીઓ સામે દાખલો બેસાડવા જ્ઞાનીઓએ આવી રીતે જ કાર્ય કર્યે જવું જોઈએ. ‘મુક્ત કર્મ’ અનાસક્તિથી થાય એ એનું રહસ્ય છે અને કર્મ જાત દ્વારા નહીં પણ ગુણો દ્વારા થાય છે એ એનું જ્ઞાન છે. પરંતુ મૂઢમતિ અનાત્મનું આત્મને ઓઢાડી દે છે અને તેના કર્તૃત્વની બડાશ મારતાં કર્મના ફળનો દાવો કરે છે. આવા લોકોને તેમની આસક્તિ તથા ભૂલોમાંથી છોડાવવા, અનાસક્ત અને નિ:સ્વાર્થ કર્મનું ઉદાહરણ જ્ઞાનીઓ પૂરું પાડી શકે, નહીં કે તેમને કર્મત્યાગના સિદ્ધાંતો બતાવીને. એવું સિદ્ધાંતો દર્શાવવાનું એમને આડે રસ્તે લઈ જઈ શકે અથવા ગૂંચવાડામાં નાખી શકે. તેનાથી તેઓ એવી અકર્મણ્યતામાં પડી જશે કે જ ે તેમની સ્વાર્થભરી પ્રવૃત્તિથીય બદતર હોય (૩. ૨૦–૨૯). …જ ે માણસની શ્રદ્ધા ભાંગી પડી હોય તે નિયમને અવગણે છે, કારણ કે પ્રકૃતિનો વિશેષ બળવાન ધક્કો એને વાગ્યો હોય છે. પરંતુ તેનો અર્થ માણસ પ્રકૃતિનો ગુલામ થઈને જન્મ્યો છે એવો નથી. મનુષ્યના બંધારણમાં જ એવો એક અંશ પડેલો છે જ ે તેને અમુક પ્રકૃતિ કે વ્યાપાર [ એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


તરફ દોરે . માણસનો જન્મ જ એ અંશની સાથે થયેલો છે તેથી તેની પ્રકૃતિના એ અંશને સજા ભોગવ્યા વગર પ્રહાર કરી શકતો નથી. પરંતુ બીજો એક અંશ છે નૈતિક. નૈતિક અંશ મનુષ્યના સંપૂર્ણ કાબૂમાં છે. પ્રકૃતિના જ ે અંશ ઉપર તેનો કાબૂ નથી તેને સ્વેચ્છાએ અને નિ:સ્વાર્થભાવે અનુસરવું, અને જ ે કાબૂમાં રાખી શકાય તેને કાબૂમાં રાખવો એ મુક્ત થવા ઇચ્છતા માણસનો સ્વધર્મ છે. તે સિવાય બીજુ ં કંઈ કરવું એ તેનો ધર્મ નથી, અન્યનો ધર્મ છે. તેનું કર્તવ્ય નથી, અન્ય કોઈનું કર્તવ્ય છે. પણ માણસ અનેક વાર સ્વધર્મથી ઊલટુ ં કરવા પ્રેરાય છે, પાપ કરવા તરફ ઢસડાય છે. એવું કેમ થતું હશે? કારણ, સેતાનના વેલાના, કામ અને ક્રોધ જ ેવાં બે અનિષ્ટો સ્વધર્મના નિયમનો ઉચ્છેદ કરવા મથે છે. તેઓ આમ કરી શકે છે, કારણ કે તેઓ માણસની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં, માણસ સાવધ ન હોય ત્યારે , ઘર કરી બેસે છે. બીજા અધ્યાયમાં કૃ ષ્ણે કહ્યું છે તેમ તેઓ માણસના દુશ્મનો છે. એની એ વાત, અહીં, કૃ ષ્ણ મનોવૈજ્ઞાનિક પરિવેશમાં કરે છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ પેલા દુશ્મનોનાં આસનો છે અને દરે ક તેના પુરોગામી કરતાં વધારે સૂક્ષ્મ છે અને કાબૂમાં રાખવો વધારે અઘરો છે. પરંતુ એ સૂક્ષ્મ કરતાંય સૂક્ષ્મતમ એવો એક પરમાત્મા માણસના અંતરતમમાં વસેલો છે. એ પરમાત્માના ધર્મને માણસ અનુસરે , અને બાકીનાનાં પ્રલોભનોને પાંગળાં બનાવી ફેં કી દે (૩. ૩૩–૪૩). આવું કરવામાં મુશ્કેલી કશી નથી, કારણ કે આત્માના સૂર્યનું ઝાંખુંપાંખું દર્શન, માણસને આત્મનિગ્રહના માર્ગે મૂકવા માટે પૂરતું છે અને જ ેમ જ ેમ સંયમ વધે તેમ તેમ એ દર્શન ઊજળું ને ઊજળું થતું જવાનું. સાધકે તો એક જ ગુરુચાવી પકડી રાખવાની — જ ે કંઈ કરે તે પરમાત્મને માટે नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૯]

કરે અને સઘળું તેની ઉપર છોડી દે. સન્ત ઑગસ્ટિને ઈશ્વરને પ્રાર્થના કરતાં કહે લું, “તું બ્રહ્મચર્ય ફરમાવે છે. તું ફરમાવે છે તે મને આપ અને તું ઇચ્છે તેવો આદેશ આપ.” કર્મયોગની સમજૂ તી ચોથા અધ્યાયમાં ચાલુ રહે છે. ત્રીજા અધ્યાયમાં કહે વામાં આવ્યું હતું કે, “ઈશ્વરે મનુષ્યનું સર્જન કર્યું ત્યારે તેના કાનમાં ત્યાગનો મંત્ર ફૂંક્યો હતો.” હવે કૃ ષ્ણ આપણને કહે છે કે આવા ત્યાગનો મહિમા તેમણે વિવસ્વત (સૂર્ય) ને કહે લો અને વિવસ્વતે તેના પુત્રને, એમ વંશપરં પરામાં ચાલ્યા કરે લું. તેનો અર્થ એ થયો કે ભગવાને સૌથી પહે લા માણસને એ કહે લો અને તે પેઢી દર પેઢી ઊતરી આવેલો. એ સૌથી પહે લો માણસ જ ેણે આસપાસના વિશ્વ સાથે સંબંધ બાંધ્યો; એટલે કે, એકત્વ મેળવ્યું, પછી ભલેને તે એકત્વ અધૂરું કે એકતરફી કેમ ન હોય, તેણે તેનું કર્તવ્ય સ્વધર્મ પ્રમાણે બજાવ્યું હતું અને તેનો વારસો અનુગામીઓને આપ્યો. આમાં કશું વિચિત્ર લાગે એવું છે ખરું ? સત્ય વારં વાર કહે વાતું આવ્યું છે અને કહે વાતું રહે શે કાળના છેડા સુધી. કહે વાય છે સૂર્યના છત્ર હે ઠળ નવું કશું જ નથી. એમ જ હોય તો પોતાના પ્રાકટ્યમાં અક્ષય એવા સત્યના સૂરજને પણ કશા નવાની જરૂર નથી, કારણ કે તે નવાં પાસાં અને નવાં દર્શન નિત્ય ધરતો રહે છે. દરે ક દ્રષ્ટા પણ તેના વાતાવરણના મેળમાં હોય તેવાં પાસાં રજૂ કરે છે પણ છેવટે તો એ સત્યનું એક પાસું જ છે. મુસલમાનો ગમે તે વિચારતા હોય, પણ તેમના પયગમ્બરે દર્શાવેલો અલ્લાહનું શરણ લેવાનો નિયમ (ધર્મ) ગીતાએ કે બાઇબલે શીખવેલા ધર્મથી જુ દો છે ખરો? “બધી નફાતોટાની ગણતરી બાજુ એ મૂકીને માણસ જ્યારે જગતના ઊંડા ધર્મ સાથે છેડો બાંધે છે ત્યારે તે સાચો અને અજ ેય છે.” એવું કાર્લાઈલે કહ્યું છે. આ જ હાર્દ 135


છે ઇસ્લામનું અને ખ્રિસ્તી સંપ્રદાયનું. ઇસ્લામ તેની પોતાની રીતે ‘સ્વ’નો ઇનકાર અને ‘સ્વ’નો નાશ એવો અર્થ ધરાવે છે. “આ પણ પૃથ્વી ઉપર પ્રગટેલું ઉચ્ચતમ જ્ઞાન છે.” “જ ેને ખ્રિસ્તી ધર્મ કહે વાય છે તે જ ચીજ પ્રાચીનોમાં હયાત હતી, અને માનવજાતની શરૂઆતથી માંડીને ઈસુખ્રિસ્ત સદેહે પ્રગટ્યા ત્યાં સુધી કદી અફળ ગઈ નથી.” એમ સન્ત ઑગસ્ટિને કહ્યું છે.1 ઇસ્લામ અને ખ્રિસ્તી સંપ્રદાયથી ઘણા વખત પહે લાં શરણાગતિ, પ્રેમ કે ત્યાગ, જ ે કહે વું હોય તે, ધર્મ ગીતાએ આપ્યો હતો. ખરે ખર તો એમ કહે વાય કે મનુષ્ય જ ે દિવસે પૃથ્વી પર જન્મ્યો તે દિવસથી ઈશ્વરે તેને એ ધર્મ આપ્યો હતો. કૃ ષ્ણ અર્જુનને કહે છે : “સમર્પણ અથવા નિ:સ્વાર્થ કર્મ અથવા યોગ પૂર્વેના યુગોમાં મેં શિખવાડ્યો હતો. તને એવું અચરજ થાય તો ભલે, પણ મારે તને કહે વું જોઈએ કે તું પણ આ પહે લાં અનેક વાર જન્મ્યો હતો. અરે , હં ુ અજન્મા અને અવ્યય એવો જગત ઈશ પણ આ પૂર્વે અનેક જન્મો લઈ ચૂક્યો છુ .ં આનાથી અચંબો ન પામીશ! મારા અવતારને સમજ, જ્ઞાનની અગ્નિશિખામાં તારી જાતને શુદ્ધ કર. અને મારું શરણ લે. આ રહસ્ય પ્રાચીનો જાણતા હતા અને તેના પ્રકાશમાં કામ કરતા હતા. એ રીતે તું પણ કર. જ્યારે જ્યારે ધર્મની પડતી થાય છે અને અધર્મનો ફે લાવો થાય છે ત્યારે મારે જન્મ વેઠવો પડે છે. મેં શીખવેલો યોગ કાળક્રમે ક્ષીણ થતો ગયો તેથી ફરી શીખવવો પડે છે. ગુણ અને કર્મને આધારે સમાજની રચનાનું અને ચાર વર્ણોનું સર્જન કરવાનું કામ મેં કર્યું છે. પરંતુ મારું કરે લું કશુંય મને સ્પર્શતું નથી.” (૪. ૧–૧૫) અર્જુનના જ્ઞાન માટે, કદાચ, આ આગળનો 1. રિટ્કરે ્શનમાંથી ડૉ. રાધાકૃ ષ્ણને ઈસ્ટ ઍન્ડ વેસ્ટ ઇન રિલિજિયનમાં ટાંકેલું અવતરણ. 136

તબક્કો હતો. એના માર્ગદર્શક અને સારથિ સ્વયં મનુષ્યરૂપે અવતરે લા ભગવાન હતા અને તે અવતર્યા હતા માણસને ઈશ્વરની કક્ષાએ ઊંચે ઊંચકવા માટે. એક ખ્રિસ્તી સાધકે કહ્યું છે કે, “અવતાર એ તો દૈવી કરુણાનું એક અશ્રુબિંદુ છે.” ઈશ્વર પોતાને માટે નહીં પણ મનુષ્યને માટે માનવ બન્યો હતો. દેવતા મનુષ્ય બનીને સૃષ્ટિનું ધારણપોષણ કરે એવું દર્શન જવલ્લે જ માણસને થાય છે. …આવી જ રીતે અર્જુને કૃ ષ્ણરૂપે પ્રભુને જોયા, “તેને માટે નવા જીવનનાં દ્વાર ખોલવા માટે.” પૂર્વે કદીય ન જોયું હોય તેવી રીતે અર્જુન જોઈ શકે છે કે કૃ ષ્ણ તેના સખા, સગા અને સારથિ નથી, છે સાક્ષાત્ પરમેશ્વર. તેણે શું કરવાનું છે તેનું જ્ઞાન આપવા તેઓ યોગનાં રહસ્ય તેની સામે ખોલી રહ્યા છે. અહીં, ભગવાન ફરીથી કથિત સિદ્ધાંતનું પુનરાવર્તન જુ દી ભાષામાં કરે છે. યોગની સાધના અને સમર્પણને તેઓ અકર્મણ્યતામાં કર્મ અને કર્મમાં અકર્મણ્યતારૂપે મૂકે છે. તેઓ કહે છે કે કર્મ અને અકર્મ જ્યાંથી ફૂટ ે છે તે મૂળ સુધી માણસે જવું જોઈએ. મોહ અને કામનામાંથી પેદા થતું કર્મ એ અત્યંત સ્થૂળ અને નાગચૂડમાં સપડાયેલું કર્મ, એટલે કે વિકર્મ છે. એ જ રીતે ફળ ઉપર આંખ માંડીને થયેલું કર્મ રૂપાની બેડીમાં જકડાયેલું બંધનરૂપ કર્મ છે. અને કર્મથી ભાગી છૂટવું એ પણ લોખંડની સાંકળથી બંધાયેલું બંધનકર્તા કૃ ત્ય છે. ધર્મને અનુસરીને, ઈશ્વરને અનુસરીને, થયેલું કર્મ કે અકર્મ બંધનકર્તા નથી. કર્તા માણસ નથી, કર્તા તો છે ધર્મનો દેનાર ઈશ્વર. માણસ તો તેના હાથનું ઓજાર છે, ફળની ઇચ્છા તેણે રાખવાની નથી પણ તે આપે તે લેવાનું છે એવી સમજનું નામ છે સાચું જ્ઞાન. આવું જ્ઞાન બધાં કૃ ત્યો, બધાં કર્મોને બાળીને રાખ બનાવી દે છે. આમ ત્યાગ માત્ર બંધનો અટકાવતો [ એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


એટલે મુક્તિ. જ ે કામની પરિણતિ જ્ઞાનમાં થતી નથી તે કામની કશી કિંમત નથી.” (૪. ૨૪–૩૩) આપણે જોઈ શક્યા છીએ કે ભગવાન કૃ ષ્ણ સાધનોની ચર્ચા કરતાં કરતાં ફરી ફરીને સાધ્યની– જ્ઞાનની વાત ઘૂંટ્યા કરે છે. એ રીતે અહીં પણ જ્ઞાનની સાચી સામગ્રીનો આપણને પરિચય કરાવે છે. પ્રત્યેક માણસ જ્ઞાનની આંખે વિશ્વના બીજા જીવોને પોતાની જાતમાં અને તે પછી ઈશ્વરમાં નિહાળે એ સાચું જ્ઞાન. સાચું આધ્યાત્મિક જ્ઞાન માણસને આત્મા-પરમાત્માના સાયુજ્યદર્શનમાં સ્થિર કરે છે. મુંડકોપનિષદે તો કહ્યું જ છે કે કર્મકાંડ પર આધારિત બધાં બલિદાનો ‘અસ્થિર નૌકાઓ’ છે4 અને માણસે તેમને છોડી દઈ લાયક ગુરુનું શરણ શોધવું જોઈએ અને તે ગુરુને તેણે તરણોપાય માનવા જોઈએ. મુંડકોપનિષદના આ ભાગને સંક્ષેપમાં તારવી આપીને ગીતાએ કહ્યું છે કે જ્ઞાન એ અત્યંત તિરસ્કૃ ત પાપીને પાપના સમુદ્રમાંથી પાર લઈ જાય એવી ખાતરીબંધ નૌકા છે, અને તે પછી જ્ઞાન મેળવવાના રસ્તા ચીંધે છે — પ્રેમપૂર્ણ પ્રણિપાત, સેવા અને જ્ઞાનના અધિષ્ઠાતા માટેની પૂછપરછ. પરંતુ તેની સાથોસાથ એટલું ઉમેરે છે કે સર્વ પાપોને ભસ્મીભૂત કરી શુદ્ધ કરનારું જ્ઞાન યોગમાં પૂરી પ્રવીણતા, શ્રદ્ધાપૂર્ણ નિ:સ્વાર્થ કર્મ, સમર્પણ અને આત્મસંયમ દ્વારા, સાધીને મેળવી શકાય છે. તેને માટે ગુરુચરણે બેસવાની જરૂર નથી. અર્જુને તેના પ્રારંભિક આત્મજ્ઞાનથી સંશયો છેદી નાખવા જોઈએ અને બધાં કર્મો ઈશ્વરને સમર્પિત કરી કર્મનાં બંધનો ફગાવી દેવાં જોઈએ. “જ્ઞાનથી સજ્જ થઈને યોગને શરણે જા અને ઊભો થઈ જા.” (૪. ૩૩–૪૩)

નથી, પણ બંધનોનું નિવારણ કરે છે (૪. ૧૬–૨૩). આવી વાત કુ રાન1 કોઈ ખાસ, જુ દી ભાષામાં કરતું નથી. “સારાં કામો કરતી વેળા જ ેણે તેનો ઉદ્દેશ્ય અલ્લાહને અર્પણ કર્યો છે તેણે ખરે ખર સત્યનો મજબૂત હાથ ઝાલ્યો છે.” (૩૧.૨૨). “સારાં કામો બધાં અપકર્મોને ધોઈ નાખે છે.” (૧૧.૧૧૪) ત્યાગ કે સમર્પણ પણ પાર વિનાના છે. સ્વર્ગ કે મોક્ષ મેળવવા માટે ત્યાગની વાત ખૂબ પ્રચલિત હતી. “મારે માટેના તારા અઢળક ત્યાગનું પ્રયોજન શું? હવે વધારે નૈવેદ્ય લાવીશ નહીં. નાહી લે, જાતને ચોખ્ખી કર. તારાં કૃ ત્યોનું અનિષ્ટ બાજુ એ મૂકી દે. સારું કરવાનું શીખી લે.”2 એક યહૂદી દૂતે સાંભળેલા આ શબ્દો પ્રભુના છે. સન્ત પાઉલે તે શબ્દોને આ રીતે મૂકેલા : “તારી બધી ચીજવસ્તુઓને જીવંત સમર્પણની પવિત્ર ભેટ આપીને તેને પ્રભુને સ્વીકાર્ય બનાવ.”3 ગીતાકાર પણ ત્યાગ કે સમર્પણ અંગે ભગવાનના શબ્દો આ રીતે પ્રગટ કરે છે, “તારાં બધાં કર્મો ઈશ્વરના ચરણે મૂકી દે. તારા વિચારો પણ. આ રીતે જ ે કંઈ ધરવામાં આવે તે સમર્પણ જ છે. ઈશ્વરની પાસે જ ે કંઈ લઈ જાય તે સમર્પણ. ઇન્દ્રિયનિગ્રહ, રાગાવેગોનો સંયમ, પ્રાણાયામ, પવિત્ર જ્ઞાનની ખોજ, આ બધું જ સમર્પણ છે. જ ે પરમતત્ત્વના જ્ઞાન તરફ લઈ જાય તે ‘જ્ઞાનયજ્ઞ’ છે અને બધાંમાં શ્રેષ્ઠ છે. કર્મકાંડી ગ્રંથોમાં જ ે ભૌતિક દ્રવ્યોના સમર્પણની વાત શીખવવામાં આવે છે તે જરાય લેખે લાગે તેવી નથી, કેમ કે તે મુક્ત કરતી નથી પણ બંધનમાં નાખે છે. જ્ઞાન 1. આ વિશ્લેષણનાં બધાં અવતરણો, માર્મડ્યૂક પિકથોલના ધ ગ્લોરિયસ કોરાનમાંથી લેવામાં આવ્યાં છે. 2. ઈ. સ. ૧૩.૧૬; હિબ્રૂ ૧૦. 3. ઈ. સ. ૧૩.૧૬; હિબ્રૂ ૧૦.

4. प्लवा ह्येते अदृढा यज्ञरूपा: મુંડક. ૧, ૨, ૭. o

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૯]

137


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં

ચંદુલાલ ભગુભાઈ દલાલ

રૉલેટ બિલના વિરુદ્ધ ઉપાડેલા સત્યાગ્રહનો આ સમય છે. બિલના વિરોધ અગાઉ ગાંધીજી ઠેર ઠેર કરે લી સભામાં તે અંગે વિસ્તૃત સમજ આપવાનું પણ કાર્ય કરે છે. ફે બ્રુઆરી માસમાં તો ‘રૉલેટ બિલોનો સાર’ એ મથાળા હે ઠળ ગાંધીજીએ જ તેની જાણવાજોગ કલમો ઉપરાંત તેના વિવિધ ભાગ અને તે અંગે આવેલાં સૂચનો વિશે વિસ્તારથી લખ્યું હતું. તેમાં બિલની સૂક્ષ્મ વિગત તપાસીને તે વિશે ટિપ્પણી નોંધી છે. આ બિલ વિશે ગાંધીજી એક ઠેકાણે લખે છે જ ેમાં તેનો સાર સ્પષ્ટ થાય છે : “આ બિલનો હે તુ ઇન્ડિયન પીનલ કોડ અને ક્રિમિનલ પ્રોસીજર કોડમાં સુધારો કરવાનો છે અને તે સુધારો રાજ્યને જોખમકારક ગણાતાં કેટલાંક કાર્યોની ઉપર વધારે અસરકારક દાબ મૂકવાના હે તુથી કરવામાં આવેલો છે.” આ સમયગાળામાં રૉલેટ બિલ વિશે તો જાગૃતિ લાવવાની જ હતી, સાથે-સાથે સત્યાગ્રહ અંગે પણ લોકોને સમજ પૂરી પાડવાની હતી. હિં દુસ્તાનભરમાં ચળવળ ચલાવવાનો ગાંધીજીનો આ પ્રથમ પ્રયાસ હતો, જ ે અંગે તેમણે આ કાયદા વિરુદ્ધ મુંબઈમાં છઠ્ઠી એપ્રિલે ‘કાળો રવિવાર’નો કાર્યક્રમ આપ્યો હતો. અહીંયાં તેમણે દક્ષિણ આફ્રિકાના અનુભવ ટાંક્યા ઉપરાંત સત્યાગ્રહનું સ્વરૂપ પણ સમજાવ્યું. ‘ભોગ આપ્યા વિના કોઈ પ્રજા ઊંચે ચડતી નથી’ તેના દાખલાઓ સત્યાગ્રહીઓ સામે મૂકી આપ્યા. સત્યાગ્રહની આ લડત દરમિયાન પોતાનો સંદેશ પહોંચાડવા તથા ઇન્ડિયન પ્રેસ ઍક્ટનો ભંગ કરવા માટે સરકારમાં નોંધાવ્યા વિનાનું सत्याग्रही નામનું એક વર્તમાનપત્ર પણ તેમણે પ્રકાશિત કર્યું. આ માસના આરં ભના અઠવાડિયામાં શરૂ થયેલો સત્યાગ્રહનો ક્રમ બે અઠવાડિયાં ચાલે છે ત્યાં તો વળી સવિનય ભંગ મોકૂ ફ રાખવા અંગે ગાંધીજી અખબારો જોગું નિવેદન આપે છે. લડત મોકૂ ફ રાખવાનું કારણ રમખાણો છે અને તે અંગે ગાંધીજી લખે છે : “અમદાવાદ અને વિરમગામમાં જ ે ખેદકારક બનાવ બન્યા છે તે મેં બહુ સંભાળથી તપાસ્યા છે અને મને ખાતરી થઈ છે કે લોકોનાં ટોળાંઓએ જ ે અત્યાચાર કર્યો તેની સાથે સત્યાગ્રહને કશોયે સંબંધ નથી.” સવિનય ભંગ મોકૂ ફ રહ્યા છતાંય ભવિષ્યની તૈયારીના ભાગ રૂપે સત્યાગ્રહની તાલીમ આપવાનો ક્રમ નિયમિત છે. સત્યાગ્રહની સૂક્ષ્મતમ બાજુ ગાંધીજી પોતાના વક્તવ્ય-લખાણમાં અવારનવાર મૂકતા દેખાય છે. सत्याग्रह पत्रिका-૬માં તેઓ ‘સત્યાગ્રહ શું છે?’ તે સમજાવતાં લખે છે : “પ્રેમ વિના સત્યનું આચરણ અશક્ય છે, તેથી સત્યની શક્તિ એ પ્રેમની શક્તિ છે. એટલે આપણે વેરભાવ રાખીને દુઃખોનું નિવારણ નથી કરી શકતા. આ વાત ગૂઢ નથી, પણ સમજવામાં સાવ સહે લી છે. આપણા હજારો કાર્યને વિશે આપણે જોઈએ છીએ કે તે પ્રેમ અને સત્યથી ભર્યાં હોય છે. બાપદીકરા વચ્ચેનો સંબંધ, સ્ત્રીપુરુષ વચ્ચેનો સંબંધ, ટૂ કં ામાં કૌટુબિ ં ક બધા સંબંધમાં આપણે ઘણે ભાગે સત્ય અથવા પ્રેમની શક્તિ જ જોયા કરીએ છીએ. એટલે આપણે જાણ્યે અજાણ્યે પણ સત્યાગ્રહી હોઈએ છીએ.”

138

૧૯૧૯ — એપ્રિલ

૧ બેઝવાડા : સવારે નીકળ્યા મુંબઈ જવા માટે. પણ ગાડી, સિકંદરાબાદ મોડી આવી એટલે મુંબઈ જતો મેલ વાડી સ્ટેશને પકડવા માટે, સિકંદરાબાદથી વાડી જતી ગાડી પકડી શકાઈ નહીં.  સિકંદરાબાદ.  હૈ દરાબાદ. ૨ સિકંદરાબાદ : થી નીકળ્યા. ૩ મુંબઈ : દિલ્હીના હત્યાકાંડ સંબંધે છાપામાં છપાવવા માટેને પત્ર તૈયાર કર્યો.

૪ મુંબઈ : ઍની બીસન્ટના અનુયાયીઓ સત્યાગ્રહ સભામાંથી ખસતા જતા હતા તેમને સમજાવવા પ્રયત્ન કર્યો પણ સફળ ન થયા  મિલમજૂ રો સમક્ષ પ્રવચન, સ્થળ સોનપુર. ૫ મુંબઈ : આજ ે યુરોપ તરફ જતી પહે લી હિંદી આગબોટ ‘લૉયલ્ટી’ની માલિકી ધરાવતી કંપનીના મુખ્ય સંચાલક શ્રી [એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


નરોત્તમ મોરારજીને આ અંગે અભિનંદન આપવા, અને પરદેશ જતા એમના પુત્ર શાંતિકુ માર મોરારજીને સફળ સફર ઇચ્છવા એમને ઘેર ગયા.  દાણાબંદરના રહીશોની સભામાં સત્યાગ્રહ અંગે પ્રવચન, સ્થળ વાડી બંદર, બરોડા સ્ટ્રીટ. ૬ મુંબઈ : સવારે આઠ વાગે ચોપાટી ઉપર ભાષણ કર્યું તથા પ્રતિબંધિત સાહિત્ય વેચ્યું; સરઘસમાં હાજર; માધવબાગમાં પ્રાર્થના કરાવી.  બપોરે સાડાત્રણ વાગે, ચીના બાગમાં, શ્રીમતી જયકરના પ્રમુખપદે મળેલી સ્ત્રીઓની સભામાં ઉઘાડા માથે અને ઉઘાડા પગે આવ્યા.  સાંજ ે પોલીસ કમિશનરને મળ્યા.  જાહે ર સભા, સ્થળ ફ્રેંચ બ્રિજ નજીક, પ્રમુખ ઝીણા.  હિંદુમુસ્લિમની સભામાં રૉલેટ કાયદા સામે ભાષણ, સ્થળ સોનાપુરી મસ્જિદ. ૭ મુંબઈ : પ્રતિબંધિત સાહિત્ય વેચ્યું.  ‘સત્યાગ્રહી’ નામનું બિન-નોંધાયેલું પત્ર કાઢ્યું અને નકલ પોલીસ કમિશનરને મોકલી.  સત્યાગ્રહ સભાની સમિતિની બેઠકમાં પ્રમુખપદે. ૮ મુંબઈ : માંદા આનંદશંકર ધ્રુવને જોવા ગયા.  થી નીકળ્યા સાંજ ે ચાર વાગે. ૯ કોસી (=કોસી ક્લાન1) : આ સ્ટેશન રાત્રે સાડા આઠ વાગે આવ્યું. એક ગોરા અમલદારે પંજાબ સરકારનો તા. ૪-૪૧૯નો હુકમ બતાવ્યો એમાં જણાવ્યું હતું કે ગાંધીજીએ પંજાબમાં દાખલ થવું નહીં. અમલદારે કહ્યું “આ હુકમનો ભંગ કરશો તો વધુમાં વધુ ત્રણ વર્ષની આસાન અગર સખત કેદ અથવા દંડ અથવા બંને થશે.” ગાંધીજીએ હુકમ માનવા ના પાડી.  ચાલતી ગાડીએ લોકોને ઉદ્દેશીને સંદેશો

1. મુંબઈ-દિલ્હીની રે લવે લાઇન ઉપર, સંયુક્ત પ્રાંત અને પંજાબ પ્રાંતની સરહદે આવેલું સંયુક્ત પ્રાંતનું છેલ્લું સ્ટેશન.

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૯]

લખાવ્યો.  પલવલ2 : આ સ્ટેશને હુકમ બજાવવામાં આવ્યો. ગાંધીજીએ લખી આપ્યું ‘હં ુ હુકમ માન્યય રાખતો નથી.’ એમની ધરપકડ.3  મથુરા : રાત્રે લાવવામાં આવ્યા. ૧૦ રસ્તામાં : મુંબઈ તરફ પાછા લઈ જવામાં આવ્યા. સવાઈ માધવપુર ગાડી બદલી મેલમાં બેસાડ્યા. ૧૧ વડોદરા : સ્ટેશને હિંદી સરકારની સંમતિ મેળવેલો હુકમ મુંબઈ સરકારે બજવ્યો ‘તમારે મુંબઈ ઇલાકાની બહાર જવું નહીં.’ મુંબઈ : બપોરે એક વાગે લાવવામાં આવ્યા; પછી છોડી મૂક્યા.4 હુકમનો ભંગ કરી દિલ્હી જવા વિચાર્યું પણ ધરપકડના કારણે તોફાનો ફાટી નીકળ્યાં હતાં તે શમાવવા રોકાયા. એ હાજર હતા ત્યાં જ પોલીસે ગોળીબાર કર્યો.  પોલીસ કમિશનર સાથે ચર્ચા.  જાહે ર સભા, સ્થળ ચોપાટી, બે લાખ માણસ હાજર, ગાંધીજી ઉઘાડા પગે આવ્યા. ચાર માંચડા ઉપરથી એમનો સંદેશો વાંચવામાં આવ્યો. ૧૨ મુંબઈ : મારવાડી ચેમ્બર તથા બીજાં મંડળોની મુલાકાત લીધી.  સુલેહ સ્થાપવા પ્રયત્નો કર્યા. 5 ૧૩ અમદાવાદ : આવ્યા સવારે .  કમિશનર, કલેક્ટર, ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ, વગેરે સ્ટેશને મળવા આવ્યા, પણ ગાડી મોડી છે એમ જાણતાં પાછા ગયા. ગાડી આવ્યા પછી ગાંધીજીને આ વિશે ખબર પડતાં સ્ટેશનેથી બારોબાર એ લોકોને

2. પંજાબ પ્રાંતમાં કોસીથી ૨૬ માઈલ દૂર આવેલું એક સ્ટેશન. 3. પકડાયા તે વખતે એમની સાથે મહાદેવભાઈ ઉપરાંત એક ડૉક્ટર પણ હતા. તબિયતને કારણે ગાંધીજીએ ડૉક્ટરને પોતાની સાથે લીધા પણ મહાદેવભાઈને તો આગળ, દિલ્હી જવા સૂચના આપી. એટલે એ બંને અહીં છૂટા પડ્યા. 4. હિંદુસ્તાનમાં આ એમની પહે લી ધરપકડ હતી. 5. આજ ે અમૃતસરમાં જલિયાંવાલા બાગનો હત્યાકાંડ સરજાયો.

139


૨થી ૨૩ અમદાવાદ. ૨ ૨૪ નડિયાદ : તા. ૧૦મીનાં તોફાનો વખતે, તારનાં દોરડાં કાપવાના આરોપસર જ ેમને પકડી જ ેલમાં પૂરવામાં આવ્યા હતા તેમને, કલેક્ટરની હાજરીમાં જ ેલમાં મળ્યા અને ગુનો કર્યો હોય તો કબૂલ કરવા શિખામણ આપી.  થી નીકળ્યા. ૨૫ મુંબઈ : જાહે ર સભા, કરનાક પુલ પાસે. ૨૬ મુંબઈ : હૉર્નિમૅનને દેશપાર કરવામાં આવ્યા એ અંગે નિવેદન બહાર પાડ્યું. ૨૭ મુંબઈ : સવારે મુનિ મહારાજ શ્રી મોહનલાલજીની જયંતી ઉજ્વવા, લાલબાગમાં મળેલી, જ ૈનોની સભામાં બોલ્યા-‘ધર્માચાર્યો સ્વદેશીનો પ્રચાર કરે તો ઘણો લાભ થાય’.  બપોરે અઢી કલાક સુધી પોલીસ કમિશનર સાથે ચર્ચા.  સાંજ ે, સત્યાગ્રહ સભા તરફથી બોલાવાયેલી મારવાડીઓની સભામાં પ્રમુખપદે, સ્થળ નરનારાયણનું મંદિર. ૨૮ મુંબઈ : હૉર્નિમૅનની હદપારી અંગે પત્રિકા બહાર પાડી. ૨૯ મુંબઈ : ગવર્નર સાથે મુલાકાત. તા. ૧૯મીના રોજ થયેલી મુલાકાત વખતના વર્તન અંગે ‘અમદાવાદના બનાવોને લીધે હં ુ બહુ ઉકળેલો હતો એટલે મને બોલતાં ભાન નહોતું રહ્યું’ એમ કહી ગવર્નરે માફી માગી.  ગવર્નરના મંત્રીને પત્ર-હૉર્નિમૅનને દેશપાર કરવાથી, અને બૉમ્બે ક્રોનિકલ ઉપર સેન્સરશીપ મૂકવાથી કંઈ અજુ ગતું બને તો અમારો વાંક કાઢશો નહીં; સરકારનો ત્રાસ વધતો જાય છે. ૩૦ મુંબઈ : ગવર્નરને તથા બીજાઓને, સ્વદેશીના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવા વિનંતી કરતા પત્રો લખ્યા.

મળવા ગયા અને હુલ્લડ અંગે દિલગીરી વ્યક્ત કરી.  બોતેર કલાકના ઉપવાસ પર ઊતર્યા. ૧૪ અમદાવાદ : જાહે ર સભા, સ્થળ સાબરમતી, સમય સાંજના ચાર, ગાંધીજીનું ભાષણ વલ્લભભાઈએ વાંચ્યું. ૧૫ અમદાવાદ : હુલ્લડમાં જખમી થયેલાની ખબર કાઢવા સિવિલ ઇસ્પિતાલની મુલાકાત.  કલેક્ટરને પત્ર-‘હુલ્લડમાં ક્યા ક્યા અંગ્રેજ મરણ પામ્યા અગર ઘવાયા એ જણાવશો. જ ે રાહત-ફાળો શરૂ કરવામાં આવ્યો છે તેમાંથી એમને પણ રાહત આપી શકાશે.’ ૧૬ અમદાવાદ : કમિશનરે ગાંધીજીનો કાર્યક્રમ માગ્યો હતો તે એમને મોકલી આપ્યો, અને લખ્યું : ‘ફે રફાર કરવા જ ેવો હોય તો જણાવજો. સરકાર ઇચ્છે કે નહીં, હં ુ તો શુદ્ધ સત્યાગ્રહી તરીકે, શાંતિ સ્થાપવામાં, સરકારને બધી રીતે મદદ કરીશ.’ ૧૭ અમદાવાદ. ૧૮ મુંબઈ : સત્યાગ્રહ મોકૂ ફ રાખવા અંગે નિવેદન બહાર પાડ્યું. ૧૯ મુંબઈ : ગવર્નરને મળ્યા. એમનું વર્તન કાંઈક અસભ્ય. ગાંધીજીએ સુણાવી દીધું ‘થાય તે કરી લેજો’.  હિંદી સાહિત્ય સંમેલન, સ્થળ ઍમ્પાયર થિયેટર, પ્રમુખસ્થાન લેવા માટે માલવિયાજીના નામની દરખાસ્ત મૂકી. ૨૦ મુંબઈ : સંમેલન ચાલુ; રાહત ફાળા માટે ઠરાવ મૂક્યો.  ઑ. ઇ. કૉં. ક.ની બેઠકમાં હાજર. ૨૧ મુંબઈ : સંમેલન ચાલુ.  અહિંસામાં માનનાર જ્હૉન સ્કરને મળવા ગોઠવાયેલી સભામાં હાજર, સ્થળ ચીના બાગ, સમય સાંજ.  ઑ. ઇ. કૉં. ક.ની બેઠકમાં હાજર. o

140

[એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


નવજીવન

નવરૂપ. . . નવસંસ્કરણ. . . નવપ્રવેશ. . .

બાળકથી લઈને વૃદ્ધ ઉપવાસીથી લઈને આહારી વટેમાર્ગુથી લઈને વિશિષ્ટ સ્થળના મુલાકાતી અને ગાંધીજીમાં રસ ધરાવનાર સૌ દેશવાસી-વિદેશનિવાસીને આમંત્રે છે. . . નવજીવન મંગળવારથી રવિવાર, બપોરના 12:૦0થી રાત્રિના 9:00 •

દેશભરના કલાકારોને પોતાની કલાકૃ તિના પ્રદર્શન માટે વિશાળ સ્પેસ અને આદર્શ પ્રકાશવ્યવસ્થા પૂરું પાડતું પ્લૅટફૉર્મ એટલે સત્ય આર્ટ ગૅલેરી

• યુવાનોને ગાંધીવિચાર સાથે જોડતું એસ્થેટિક સ્થાન એટલે કર્મ કાફે • ગાંધીજી અંગે વાંચવા-વિચારવા-ચર્ચવા ને ગાંધીસાહિત્ય ખરીદવા માટેનો

મુક્ત માહોલ એટલે કર્મ કાફે

લેખકો, કવિઓ, સાહિત્યકારો, કર્મશીલોને કળા, સાહિત્ય, સાંપ્રત મુદ્ દે ચર્ચાવિચારણા કરવા માટેનું મોકળું મેદાન એટલે કર્મ કાફે

• મિત્રમિલન હોય કે પારિવારિક-સામાજિક મેળાવડો, ખુલ્લા આકાશ હે ઠળ

શુક્ર-શનિ-રવિ સાત્ત્વિક ભોજનનો આનંદ આપતી ગાંધીથાળી જમવાનું ઠેકાણું એટલે કર્મ કાફે

નવજીવનની વિકાસવાર્તાની મહત્ત્વની તારીખ અને તવારીખ રજૂ કરતું માણવાલાયક સ્થળ એટલે નવજીવન મ્યુઝિયમ

મ્યુઝિયમમાં નવજીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાની તારીખ અને તવારીખ

ગાંધીજી અંગે વાંચવા-વિચારવા-ચર્ચવા માટેનો મુક્ત માહોલ


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત

વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જેથી કરીને અંક શક્ય એટલો વહેલા તેમના સરનામે પહોંચી શકે. ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

142

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

[ એપ્રિલ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કાકાસાહે બ કાલેલકર લિખિત કે ટલાંક પુસ્તકો

હિમાલયનો પ્રવાસ ₹ 100.00 જીવનપ્રદીપ ₹ 150.00

₹ 200.00

જીવતા તહે વારો

₹ 180.00

જીવનચિંતન ₹ 150.00

બાપુની ઝાંખી (સંક્ષિપ્ત) ₹ 30.00

જીવનલીલા ₹ 200.00

રખડવાનો આનંદ

જ્યાં દરે કને પહોંચવું છે ₹ 50.00

પ્રાસંગિક પ્રતિસાદ ₹ 200.00

ઓતરાતી દીવાલો જીવનસંસ્કૃ તિ ₹ 350.00

₹ 30.00

પરમ સખા મૃત્યુ ₹ 125.00

આ સંપુટની કુ લ કિ�મત રૂ. 1960 થાય છે. આખો સેટ ખરીદનારને

લોકજીવન ૧૪૩

₹ 150.00

રૂ. 1600માં આપવામાં આવશે.

– વ્યવસ્થાપક

સ્મરણયાત્રા

₹ 45.00


ભૂદાનયજ્ઞની શરૂઆત અને તેનાં ત્રણ બળ

૧૪૪


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.