Navajivanno Akshardeh March 2020

Page 1

વર્ષૹ ૦૮ અંકૹ ૩ સળંગ અંકૹ ૮૩ • માર્ચ ૨૦૨૦

છૂ ટક કિંમત ઃ _ ૧૫

બોરસદમાં પ્લેગ નાબૂદી અભિયાન વખતે કલેક્ટર ઑફિસે, મે ૧૯૩૫


વર્ષૹ ૦૮ અંકૹ ૩ સળંગ અંકૹ ૮૩ • માર્ચ ૨૦૨૦ છૂ ટક કિંમત ઃ _ ૧૫

તંત્રી

વિવેક દેસાઈ

૧. બોરસદ પ્લેગનિવારણ . . . . . . . . . . . . . . . . . . . . . . .રાવજીભાઈ મ. પટેલ. . . . . ૭૫

સંપાદક

૨. આવતી કાલના પ્રશ્નો. . . . . . . . . . . . . . . . . . . . . . . કાકાસાહેલ કાલેલકર. . . . . ૮૨

કિરણ કાપુરે પરામર્શક

૩. સામાજિક નવસર્જનની પ્રક્રિયા. . . . . . . . . . . . . . . . . . . . .ઍલ્વિન ટોફલર. . . . . ૮૭

કપિલ રાવલ

૪. કોરોના વાઇરસ પછીનું વિશ્વ આપણે કેવું ઇચ્છીએ છીએ? . યુવાલ નોઆ હરારી. . . . . ૯૧

સાજસજ્જા

૫. ભય અને આધુનિક જીવન-૨. . . . . . . . . . . . . . . . . . . . .ઈ. વી. પુલ્લિયાઝ. . . . . ૯૭

અપૂર્વ આશર આવરણ ૧ બોરસદમાં પ્લેગ નાબૂદી અભિયાન દરમિયાન કલેક્ટર ઑફિસે, મે ૧૯૩૫

૬. ભારતરત્ન મોરારજી દેસાઈની સવાસોમી જન્મજયંતી. . . .મણિલાલ એમ. પટેલ. . . . ૧૦૦ ૭. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહેલાં . . . . . . . . . . . . .ચંદુલાલ ભ. દલાલ. . . . ૧૦૩

આવરણ ૪ ૬ઠ્ઠી એપ્રિલ અને ૧૩મી એપ્રિલ [નવજીવન, ૧૪-૦૩-૧૯૨૦] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સુજ્ઞ વાચકોને . . . સૌરભ પુસ્તક ભંડાર સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨ છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/

સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું. જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. ૭૪


બોરસદ પ્લેગનિવારણ રાવજીભાઈ મ. પટેલ માનવજાત સંકટમાંથી માર્ગ કાઢીને અનેકવાર બહાર આવી છે. કોરોનાનો કેર અટકશે ને જીવન પૂર્વવત્ થશે. પણ હાલનાં સંજોગોમાં આ મહામારી દુનિયાના ખૂણેખૂણે પ્રસરી રહી છે, તેનો કોઈ તોડ દેખાતો નથી. કટોકટીના આ સમયમાં આ પ્રકારની મહામારીમાં જ ે કાર્ય અગાઉ થયું હોય તે તરફ દૃષ્ટિ કરવી રહી. ગુજરાતમાં ૧૯૩૫ના ગાળામાં બોરસદમાં ભયંકર પ્લેગ પ્રસર્યો હતો અને બોરસદ પ્લેગ રિલીફ ઇન્કવાયરી કમિટીના અહે વાલ મુજબ ૧૯૩૫ના વર્ષમાં મૃત્યુઆંક ૯૪૯ દર્શાવ્યો છે. મૃત્યઆંક જોતા બોરસદમાં પ્લેગનું સ્વરૂપ કલ્પી શકાય. બોરસદમાંથી પ્લેગ નાથવા સરદાર પટેલની આગેવાનીમાં એક્શન પ્લાન ઘડાયો હતો અને યુદ્ધના ધોરણે કામ કરીને માત્ર બે મહિનામાં બોરસદ પ્લેગ પર કાબૂ મેળવી શકાયો હતો. બોરસદ પ્લેગનિવારણમાં સ્વયંસેવક તરીકે સેવા બજાવનાર રાવજીભાઈ મણિભાઈ પટેલ લિખિત જીવનનાં ઝરણાં પુસ્તકમાં આ કામગીરીનો વિગતે અહે વાલ આપ્યો છે, તે વાંચવા જ ેવો છે.

જ ે પુરુષ સેવાના ક્ષેત્રમાં હં મેશનો બેઠો હોય છે તેને

સેવા શોધવા જવી પડતી નથી. સરદારશ્રી વલ્લભભાઈ પટેલ નાશિક જ ેલમાંથી મુક્ત થઈ મુંબઈમાં આખા ગુજરાત ઉપર દૃષ્ટિ નાખતા બેઠા હતા. દરબારસાહે બ1 બોરસદ સત્યાગ્રહ છાવણીમાં બેઠા હતા. તે બોરસદથી અને હં ુ નડિયાદથી જિલ્લાની પરિસ્થિતિથી વારં વાર તેમને વાકેફ રાખતા હતા. બોરસદ તાલુકામાં પ્લેગ ચાલતો હતો. સને ૧૯૩૨માં પ્રથમ કેસ બનેલો. પણ આવા કેસ બનતાં સુધી તુરત આપણે કે આપણી સુધરાઈઓ જાગ્રત થતી નથી. કેટલીક વખત તેમને ખ્યાલ પણ નથી હોતો. મરણ નોંધાવનાર પોતાને તકલીફમાં ઊતરવું પડે એટલા માટે પ્લેગથી નીપજ ેલાં મરણને બીજુ ં કોઈ કારણ આપીને નોંધાવે છે. પ્લેગનું મરણ નોંધાયેલું હોય તોપણ નોંધનાર તે માણસ બહારથી આવ્યો હતો અને હવે બીજો તેવો કેસ નથી, તેમ જ થવા સંભવ નથી એવો હે વાલ ઉપલા અધિકારીને મોકલી 1. ગોપાળદાસ અંબાઈદાસ દેસાઈ(૧૮૮૭-૧૯૫૧), જાણીતા પ્રજાસેવક, સૌરાષ્ટ્રના ઢસા ક્ષેત્રના એક સમયના રાજા. રાજમોહન ગાંધીએ પ્રિન્સ ઑફ ગુજરાત નામે તેમનું જીવનચરિત્ર લખ્યું છે. એનો અશોક મેઘાણીએ કરે લો ગુજરાતી અનુવાદ એક અનોખો રાજવી નવજીવન તરફથી ટૂ કં સમયમાં પ્રગટ થશે.

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

આપે છે, અને પોતાની જવાબદારી પૂરી થઈ સમજ ે છે. આમ બેદરકારી ચાલી. સને ૧૯૩૨ની સાલમાં તાલુકાના એક જ ગામમાં પાંચ કેસ થયા. ૧૯૩૩માં સાત ગામમાં મળીને ચૌદ કેસ થયા. ૧૯૩૪માં ચૌદ ગામમાં મળીને દોઢસો કેસ થયા. અને સને ૧૯૩૫માં સત્તાવીસ ગામમાં મળીને સાડા ચારસો કેસ થયા. આમ દર વરસે રોગ વધ્યો જાય. તે ચેપ બીજ ે વરસે કેટલો ફે લાશે તેનો સહે જ ે ખ્યાલ આવી શકે. દરબારશ્રીએ સરદારસાહે બને બોરસદનાં ગામોની પ્લેગની વાત લખી મોકલી અને લોકોમાં પ્લેગને લીધે ફે લાઈ રહે લા ત્રાસથી માહિતગાર કર્યા. સરદારશ્રીએ ડૉક્ટર ભાસ્કર પટેલને બોલાવીને તેમની મદદ માગી. તેમણે મદદ આપવાની તત્પરતા બતાવી. ડૉક્ટર ભાસ્કર પટેલ ૧૩મી માર્ચના રોજ બોરસદ તાલુકામાં આવ્યા. બે ત્રણ દિવસ પ્લેગવાળા ગામોમાં ફરી વળ્યા અને ત્યાંની પરિસ્થિતિનો હે વાલ તૈયાર કરીને શ્રી સરદારસાહે બ સમક્ષ રજૂ કર્યો. સરદારસાહે બે પૂછ્યું, “ડૉક્ટર, આનો કાંઈ ઉપાય ખરો? તમારા પ્રમાણે તો રોગ આમ વધ્યો જ જાય અને કાંઈ પગલાં ભરવામાં ન આવે તો આખા ખેડા જિલ્લામાં ફે લાય અને ઘર કરીને બેસે.” ડૉક્ટર ભાસ્કરે જણાવ્યું, “ઉપાય તો છે જ. યુરોપમાં આવાં ચેપી 75


રોગને આમ વધવા દે નહીં. તુરત જ તેના ઉપર અંકુશ મૂકે. અને જ ે હોય તેને ધીમે ધીમે નાબૂદ કરે . આપણે પણ તેમ કરી શકીએ.” સરદારશ્રીએ જાણવા ઇચ્છ્યું, “કેટલી મુદતમાં આ કાર્યને આપણે પહોંચી વળીએ?” ડૉક્ટર ભાસ્કરે સત્તાવીશ ચેપવાળાં ગામોની શુદ્ધિ કરવાની અને પ્લેગના જ ે દરદીઓ જૂ ના ચાલુ હોય અને નવા થાય તેમને માટે દવાખાનું ઊભું કરવાની સૂચના કરી. એકંદરે બે અઢી માસ ત્યાં સતત રહે વું જોઈએ. “પણ આમાં એક કાર્યકુ શળ ડૉક્ટરની જરૂર પડે જ. તમે આ કાર્ય માટે બે માસ આપી શકશો? તમે આવો તો પ્લેગને વાળીઝૂડીને કાઢવાનો અખતરો બોરસદ તાલુકામાં કરીએ. માણસના જુ લમનો સામનો કરવા સાથે પ્લેગ જ ેવા ચેપી રોગનો સામનો કરીને તેને પણ આપણે ભગાડી શકીએ એવું દુનિયાને બતાવીએ.” ડૉક્ટર ભાસ્કર ધૂળિયા જ ેલમાંથી મુક્ત થઈ માંડમાંડ મુંબઈમાં ગોઠવાઈ જવાની શરૂઆતમાં હતા. તેવામાં આ સેવા કરવાનું કહે ણ સરદારશ્રીએ આપ્યું. તેને અવગણાય પણ શી રીતે? તેમણે હા પાડી. અને સરદારશ્રીએ દરબારશ્રીને લખી જણાવ્યું કે બોરસદના

પ્લેગની સામે લડાઈ કરવા બોરસદ આવું છુ .ં ત્યાં પ્લેગસંકટનિવારણ છાવણી ઊભી કરવી. ગામ બહાર અનુકૂળ સ્થળે સ્વયંસેવકોને રહે વાજમવાની સગવડ કરવી. ત્યાં પાણી વગેરેની સગવડ હોવી જોઈએ. પ્લેગના દરદીઓ માટે દવાખાનું પણ ઊભું કરવું પડશે. આ બધાં માટે વિચાર કરીને જગાની પસંદગી કરજો. આ પત્ર વાંચી દરબારસાહે બે મને બોરસદ બોલાવ્યો. બોરસદના કેટલાક મિત્રોની મદદથી બોરસદ સત્યાગ્રહ છાવણીની પાસે જ મીઠા પાણીના કૂ વાવાળા મોટા ખેતરમાં માંડવા બંધાવ્યા. સ્વયંસેવકોને રહે વાને માટે, રસોડાને માટે, સામાન માટે, સરદારશ્રી માટે તેમ જ મહાત્માજી પણ કદાચ આવવા ઇચ્છે તો તેમને માટે પણ એક માંડવો આંબા નીચે તૈયાર કર્યો. સત્યાગ્રહ છાવણીને દવાખાનું બનાવ્યું. વીસ પચીસ ખાટલા, ગાદલાં, ચાદરો, ઉશીકાં વગેરે દરદીઓ માટેનાં સાધનો તૈયાર કર્યા. ડૉક્ટર ભાસ્કરે જોઈતી દવાઓની યાદી કરી તે પ્રમાણે સરદારશ્રીએ મુંબઈથી દવાની પેટીઓ મોકલી. આમ બધી તૈયારી થઈ ગઈ. પણ પ્લેગની સાથે બાથ ભીડવાની હતી. તે માટે

બોરસદ પ્લેગનિવારણના મોરચે ખડેપગે

76

[ માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


સ્વયંસેવકો જ ેટલાં વધારે મળે તેટલું જલદી કામ થાય. સરદારશ્રીએ આ કાર્યનું જોખમ સ્પષ્ટ સમજાવીને તે જોખમ પોતે સમજીને સેવાની ભાવનાથી કામમાં આવે એવા સ્વયંસેવકો માટે જાહે ર અપીલ કરી. દરબારસાહે બને તેવા સાઠેક ઉમેદવારો મળ્યા. એટલી સંખ્યા બસ હતી. ઓછી હોત તો પણ કામ તો થાત જ. એક અઠવાડિયામાં જ આ બધું તૈયાર થઈ ગયું. આ કાર્યમાં બોરસદમાં ધંધો કરતા ડૉક્ટર જીવણજી રતનજી દેસાઈએ પણ ડૉક્ટર તરીકે પોતાની સેવા આપવાની ઇચ્છા દર્શાવી. તે મદદ પણ સારી મળી. આ બધું ગોઠવાયું. માર્ચના છેલ્લા અઠવાડિયામાં તો અમારું કામ શરૂ થઈ ગયું. સરદારશ્રીને આવીને પ્લેગમાં સપડાયેલાં બધાં ગામની મુલાકાત લીધી અને લોકોને વિનંતી કરી કે અમે જ ે કામ ઉપાડીએ તેમાં તમારો સહકાર આપીને અમારી સૂચના પ્રમાણે વર્તશો તો આ દુઃખમાંથી છૂટશો. પ્લેગનિવારણ છાવણીને મોખરે જ એક મોટા રાયણના વૃક્ષ નીચે સરદારશ્રીનો માંડવો હતો. રાયણની નીચે ખાટલામાં થડિયાને અઢેલીને બેઠા બેઠા વાતો કરતા કે પત્રિકા લખતા કે થયેલા કાર્યની બાતમી મેળવતા જ્યારે ત્યારે સરદારસાહે બને આપણે દેખીએ.

પ્લેગની સામે સફળ મોરચો જ ેવી લડાઈ તેવું સાધન એ સૂત્ર આપણે મહાત્માજી પાસેથી શીખ્યા છીએ. પ્લેગની સામેની લડાઈમાં ચાર મુખ્ય સાધનો યોજ્યાં હતાં : ૧. સ્વયંસેવકો, ૨. દરદીઓની સારવારની તથા હવાશુદ્ધિની સામગ્રી, ૩. પ્રજાનો સહકાર, અને ૪. પ્રચાર. ૧. પ્લેગનો ભય ત્યજીને કામે લાગે આવા નાનામોટા સ્વયંસેવકો. તેમાં સરદારશ્રી અને દરબારશ્રી જ ેવાનો પણ સમાવેશ થઈ શકે. તે અન્ય સ્વયંસેવકોને ઉત્સાહ, સાધન અને દોરવણી આપે. તે ફક્ત દૂર બેઠા બેઠા પત્રિકાઓ લખે અને સૂચના જ આપે; પણ જોખમથી ડરે તો ન જ

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

સરદારશ્રીને આવીને પ્લેગમાં સપડાયેલાં બધાં ગામની મુલાકાત લીધી અને લોકોને વિનંતી કરી કે અમે જે કામ ઉપાડીએ તેમાં તમારો સહકાર આપીને અમારી સૂચના પ્રમાણે વર્તશો તો આ દુઃખમાંથી છૂટશો

ચાલે. તેમણે તો સૌથી પ્રથમ જોખમમાં પડવું જોઈએ. તો જ બીજા સ્વયંસેવકો હિં મતથી કામ કરી શકે. આમાં તે બન્ને વડીલો માટે કહે વાપણું ન જ હોય. એટલે બીજા સ્વયંસેવકો તો નિર્ભયતાનો પાઠ તેમની પાસેથી શીખતા. કામ તો જોખમભર્યું હતું. જાહે ર કામ કરવાની ઇચ્છાવાળા કૉલેજના અને બીજા ઘણાં યુવકો પ્લેગના ચેપથી ડરીને ભાગતા, ત્યાં આવવાની હિં મત પણ કરતા નહીં. કેટલાક યુવાનો આવતા પણ તેમનાં માબાપને ખબર પડતી ત્યારે કજિયો કરીને તેને પાછા ભગાડી જતાં. આવી મુશ્કેલી તો આ કાર્યમાં હતી જ. સમાજસેવાનું વ્રત લઈ બેઠલ ે ા સેવકને તો ડગલે ને પગલે મરણને ભેટવાનો મોકો આવી પડે. તે પળે તે પાછો પડે, ડરી જાય તો તેના સેવાકાર્યમાં કાંઈ ભલીવાર ન આવે. આમ છતાં એક ભય તો ઊભો જ હતો. સ્વયંસેવકો અને છાવણીઓની વ્યવસ્થા કરનારા એકંદરે એકસો માણસની સંખ્યા પૈકી કોઈને પ્લેગ લાગુ પડે તો? આથી માબાપની ઇચ્છાવિરુદ્ધ ત્યાં રહે વાને સરદારસાહે બ કોઈને ઉત્તેજ ે નહી. તેઓ તો એમ જ કહે કે જ ેમને સહે જ ેય ડર હોય, શંકા હોય, તેઓ ભલે ચાલ્યા જાય. અને જ ે ગણ્યાગાંઠ્યા માણસો નભોયા થઈને ત્યાં કામમાં રોકાય તેમનાથી જ ચલાવી લેવું. પણ 77


મુશ્કેલી તો નડે જ. આ માટે પ્રથમથી જ સાવચેતી લેવા માંડી હતી. સ્વયંસેવકોને પ્લેગના દરદીઓની સારવારમાં રહે વાનું થાય. પ્લેગના વાતાવરણમાંથી ભર્યા અવડ ઘરમાં પેસી પ્લેગથી મરે લા ઉંદરોને શોધીને તેને બાળી નાખવામાં અને આખું ઘર સાફ કરી દવાના ઉપયોગથી ચાંચડ અને ખરાબ હવાનો નાશ કરી લોબાન અને ગંધકની ધૂણીથી વાતાવરણ શુદ્ધ કરવામાં સ્વયંસેવકોને માથે ઘણું જોખમ હતું. તેવા સ્વયંસેવકો મેળવવા એ પ્રથમ સાધન ગણાય. ૨. પ્લેગના રોગથી સપડાયેલા દરદીઓની પાસે રહી તેમની સારવાર કરવી, દવા આપવી, તેમને માટે જોઈતાં સાધનોની અને ખાવાપીવાની વ્યવસ્થા કરવી, વગેરે. આમાં ડૉક્ટરો અને સારવાર કરનાર બરદાસીનો સમાવેશ થઈ જાય. આ કાર્ય સહુથી વધારે જોખમી હતું. તેમાં દરબારસાહે બનાં પુત્રો અને પુત્રવધૂઓ રહ્યાં. ૩. ઉપરનાં બે સાધનો હોવા છતાં પ્રજાનો તેમાં સહકાર ન હોય તો કામ મુશ્કેલ બને છે. દેવદેવીની વહે મી માન્યતાને કારણે કેટલાક અજ્ઞાન વર્ગનો

સહકાર નહોતો મળતો. આ તો માતાનો કોપ, તેમાં દવા ન થાય, દવા કે ઉપચાર કરીએ તો માતા કે દેવ કોપે અને આપણું સત્યાનાશ વાળે, આવી અજ્ઞાનભરી માન્યતા પ્રજામાં હોય તો તેઓ આપણને આ કાર્યમાં સહકાર ન પણ આપે. માટે એવા વહે મોથી દૂર રહી પૂરો સહકાર પ્રજા આપે તો કાર્ય સરસ અને જલદી થાય. ૪. ઉપરનાં ત્રણેય સાધનો સાથે પ્રચારનું સાધન પણ જોઈએ. પ્લેગ થવાનાં કારણ, તેને અટકાવવાના ઉપાયો, અને તેને નાબૂદ કરવાના રસ્તા, પ્લેગ થાય તેમાં આપણી જવાબદારી, સરકારની જવાબદારી વગેરે માહિતી અને અન્ય કેટલીક અગત્યની સૂચનાઓ પણ પ્રચારના કાર્યમાં આપવાની હોય. આ ચારે ય સાધનો સરદારશ્રીએ તૈયાર કર્યા હતાં. પ્રથમ સાધનમાં સ્વયંસેવકો એકંદરે એક સો હતા. તેમાં સરદારસાહે બ, દરબારસાહે બ, ડૉક્ટરો, દવાખાનામાં પાંચ સાત બરદાસી, ઑફિસનું કામ કરનારા, પ્રચારના કાર્યમાં રોકાયેલા, પ્લેગવાળાં ગામડાંમાં કામ કરનારા હતા. એ દરે કને પ્લેગની

બોરસદમાં પ્લેગ દરમિયાન અસરગ્રસ્ત ક્ષેત્રની મુલાકાતે

78

[ માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


રસી આપવામાં આવી હતી. શરીરમાં જ ે તત્ત્વને પ્લેગનાં જંતુ જલદી અસર કરે તે તત્ત્વને નાબૂદ કરવા માટે આ રસી લેવાની હતી. અને તેવી રસી બધાએ લેવી જ જોઈએ એવો સરદારસાહે બનો હુકમ હતો. કોઈ તેવી રસી લેવાની ના ન પાડે તે માટે તેમણે પોતે પણ લીધી હતી. ખાસ કરીને જ ે ગામમાં પ્લેગ લાગુ પડ્યો હતો ત્યાં બધાને જાહે રાત મળી ગયેલી કે પ્લેગને નાબૂદ કરવાના સમિતિવાળા સ્વયંસેવકો ગામમાં આવશે. કેટલાકને તો નવાઈ લાગે કે પ્લેગને શી રીતે નાબૂદ કરાશે? જ્યારે અમે કોઈ ગામમાં ટોળાબંધ જઈએ ત્યારે લોકો જોવા આવે. તેઓ અમોને જુ એ. અમારી પાસે લાંબાં ટૂ કં ાં ઝાડુ હોય, કોદાળીઓ હોય, પાવડા હોય, ઘાસતેલના ડબા હોય, ઇમલ્શનના ડબા હોય, ગંધક હોય, ઇમલ્શન અને બ્લીચિંગનું પાણી છાંટવાના ઝારા હોય, અંધારામાં તપાસ કરવા માટે બેટરીઓ હોય, લોબાન અને ગંધકનો જથો હોય અને ધૂપ કરવાનાં ઘમેલાં હોય. તે સાથે અમારાં લૂંગડાં, પથારી, ઉપરાંત એક કોથળામાં શેકેલા ચણા, મગફળી અને ગોળ પણ હોય, —કોઈ ગામમાં જમવાની વ્યવસ્થા થાય તેમ ન હોય તો ચણા મમરા ફાકીને પણ ચલાવીએ. ચાંચડ પ્લેગનો વાહક જંતુ છે. તે જાતે બહુ ખડતલ હોય છે. સામાન્ય દવાથી તે મરતા નથી હોતા. ઇમલ્શન બહુ સખ્ત હોય તો તેની કાંઈક અસર તેને થાય ખરી. બ્લીચિંગ પાઉડરનો ઉપયોગ પણ ચાંચડનો નાશ કરવામાં થાય છે. પણ આટલું બધું ઇમલ્શન મેળવવું અને ઉદારતાથી વાપરવું મુશ્કેલ હતું. પણ ડૉક્ટર ભાસ્કર પટેલે બે દિવસની સતત મહે નતથી એક શોધ કરી, જ ે આ કાર્યમાં બહુ ઉપયોગી નીવડી. ઘાસતેલની અંદર ડામરની ગોળીઓ નાખવાથી તે સાવ ઓગળી જાય છે અને તેમાંથી જ ે પ્રવાહી પદાર્થ થાય છે તે ઇમલ્શન જ ેવો જ અસરકારક હોય છે. તેનો પ્રયોગ પણ પાળજ ગામમાં કર્યો અને ખાતરી કરી જોઈ કે તે ઇમલ્શન ચાંચડ અને તેનાં ઈંડાં ઉપર ઠીક અસર કરે છે. ડૉક્ટર ભાસ્કરની

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

દિવસમાં બે વખત નાહીધોઈ બન્ને વખતે ધોયેલાં લૂગડાં પહેરતા. રાત્રે તાજું ધોયેલું પંચિયું કે ચડ્ડી પહેરીને સૂતા, અમારી પથારીઓ આખો દિવસ તાપમાં તપાવીને રાત્રે વાપરતા. આટલી સાવચેતી સાથે અમે નિર્ભયતાથી અમારા કાર્યમાં મંડ્યા રહેતા.

આ શોધથી અમારું કામ સહે લું થઈ પડ્યું. પછી તો સરદારશ્રીએ કોથળાબંધ ડામરની ગોળીઓ મંગાવી, ઘાસતેલ લીધું અને તેના મિશ્રણથી ઇમલ્શન બનાવવાનું એક ખાતું ખોલ્યું. આવી બધી સામગ્રી લઈને ગાડાં ભરીને અમે પ્લેગવાળે ગામે જઈએ. ત્યાંની ધર્મશાળામાં કે કોઈ અનુકૂળ સ્થળે અમારા ઉતારા માટે વ્યવસ્થા કરી મૂકી હોય. મોટે ભાગે અમે જમવા માટે એવો નિયમ કર્યો હતો કે મિષ્ટાન્ન કોઈ સ્થળે જમવું નહીં અને બનતા સુધી એક ઘેર બધાએ જમવું નહીં. એક ટુકડીમાં આશરે ત્રીસ પાંત્રીસ જણ હોઈએ. તે બધાંનો બોજો એક જણના ઉપર નાખવો એ ઠીક નહોતું. તેથી ગામલોકોએ ગામ તરફથી એકસાથે જમવાની વ્યવસ્થા ન કરી હોય ત્યાં જુ દે જુ દે ઘેર બબ્બે ત્રણત્રણ જણ વહેં ચાઈ જતા અને જમતા. અમે દરે ક રસી તો લીધેલી જ હતી, તે ઉપરાંત કામ શરૂ કરતા પહે લાં હાથે અને પગે ઇમલ્શન ચોપડતા. અમે કપૂરની મોટી ગોળીઓ ચોવીસેય કલાક પાસે રાખતા. વળી દિવસમાં બે વખત નાહીધોઈ બન્ને વખતે ધોયેલાં લૂગડાં પહે રતા. રાત્રે તાજુ ં ધોયેલું પંચિયું કે ચડ્ડી પહે રીને સૂતા, અમારી પથારીઓ આખો દિવસ તાપમાં તપાવીને રાત્રે વાપરતા. આટલી સાવચેતી સાથે અમે નિર્ભયતાથી અમારા કાર્યમાં મંડ્યા રહે તા. લોકો તો મોટે ભાગે ગામ બહાર માંડવે 79


ગયેલા હોય. તેઓને બોલાવવામાં આવતા. તેમની પાસે ઘર ઉઘડાવતા. ઘરનાં બારીબારણાં અર્ધોક કલાક ખુલ્લાં રાખતા. પછી અમારી ચઢાઈ થતી. હાથમાં નાનાંમોટાં ઝાડુ લઈને ઘરને ખૂણેખાંચરે થી, કોઠીઓના ગાળેથી, પેટીપટારાની આગળ પાછળથી, પેટીપટારા આઘાપાછા કરી તેની નીચેથી પ્રથમ કચરો સાફ કરી બહાર ચકલે નાખી આવતા અને ઢગલો કરી ઘાસતેલ છાંટી બાળી મૂકતા. તેમાં કેટલાક મરી ગયેલા ઉંદરો પણ હોય. બત્તીઓના તેજથી અજવાળું કરી કરીને અંધારા ખૂણામાં પણ સહે જ ેય કચરો ન રહે એ રીતે અમે સફાઈ કરતા. આમ કરતાં ચાંચડ અમારે પગે ચઢી જાય કે લાગલો અમે ઇમલ્શનનો ઉપયોગ કરી નાખીએ. આવી સ્વચ્છતા કરીને પછી ઇમલ્શન ઝારામાં ભરીને છાંટીએ. ભોંય તળિયે અને બબ્બે ફૂટ દીવાલે ખૂબ છાંટીએ. તે વિધિ પૂરો થયા બાદ ઘમેલામાં અંગાર કરીને ઘરના બધા ભાગમાં ઘરનાં બારી-બારણાં-બાકાં-જાળિયાં બંધ કરીને ઘરના દરે ક ખંડમાં મૂકી તેમાં ગંધક નાંખી ઘર બંધ કરીએ તે ઘરધણી બીજ ે દિવસે ઉઘાડે. આમ પ્લેગવાળાં સત્તાવીસેય ગામોએ નાનાંમોટાં બધાંય ઘરો સ્વચ્છ કરીને ગામલોકોને સાંજ ે ભેગા કરીએ. તેમને પ્લેગ અંગેની બધી હકીકત સમજાવીએ. કેટલીક સૂચનાઓ આપીએ. તે લોકોને કાંઈ કહે વાનું હોય તે સાંભળીને તેમને સંતોષ આપીએ. સામાન્ય સ્વચ્છ રહે ણીકરણી અને ગામની સફાઈમાં હરે કે કેવો હિસ્સો આપવો તે સમજાવીએ, તેમ જ સરદારસાહે બ તરફથી આવેલી પત્રિકા વાંચી સંભળાવીએ. આમ કામ કરતાં લગભગ દરે ક ગામે અમને બહુ જ મીઠો અનુભવ થતો. એવા એક પ્રસંગ તો બની જ જાય કે જ ેથી અમે પ્રેમસાગરમાં ડૂ બકાં મારીએ અને અમને કાર્ય કરતાં ઉમળકો આવે. ઘરમાં જુ વાન છોકરો પ્લેગથી ગુજરી ગયો હોય તેનાં માબાપ તે મરણનાં દુઃખમાં સીમમાં ઝૂરતાં હોય. જુ વાનની માતા ઘેર આવે. અમે તેમને ઘર ઉઘાડવાનું કહીએ. તે ન ઉઘાડે. અમે સમજાવીએ કે ઘરને સાફ કરવું છે, દવા છાંટવી છે. તે બહે ન દુઃખ સાથે કહે , “મારો જુ વાનજોધ 80

છોકરો પ્લેગમાં ગુજરી ગયો. ઘરની હવા બગડેલી, ઉંદર પડ્યા હતા, પણ અમે વેળાસર ઘર ન છોડ્યું અને તેને પ્લેગ લાગુ પડ્યો. મને લાગુ થયો હોત તો આ વિયોગ સહન ન કરવો પડત. પણ હં ુ તમને ઘર ઉઘાડવા નહીં દઉં. મારા છોકરા જ ેવા જ તમે બધા છો. તમારી માને પણ તમે મારા છોકરા જ ેટલા જ વહાલા હશો. તમને આવા જોખમમાં નહીં પડવા દઉં.” અમે તેમને સમજાવીએ, અમે તેમને ખાતરી આપીએ કે અમને કાંઈ થવાનું નથી. અમે દવા લીધી છે. અમે પૂરતી કાળજી રાખીએ છીએ. એટલે અમને કાંઈ થવાનું નથી. તેની ચિંતા કરશો નહીં. પણ તે બહે ન ન જ માને. અંતે નિશ્ચયપૂર્વક કહે , “થોભો, હં ુ એક શરતે ઉઘાડુ.ં તમે બધા બહાર ઊભા રહો. હં ુ ઘર ખોલી બધાં બારણાં ખુલ્લાં કરું. ઘરમાં બધેય તપાસીને મરે લા ઉંદર હોય તે હં ુ બહાર કાઢી નાંખું અને ઘર સાફ કરું ત્યાર પછી તમે તમારી દવા છાંટો.” એમ કહી તે અશ્રુપૂર્ણ નેત્રે ઘર ઉઘાડે, નાનાંમોટાં બારણાં ખોલે. અમે ધીમે ધીમે તેમને આઘાત ન થાય તેવી રીતે પેસી જઈએ. મરે લા ઉંદર કાઢીએ. ઘર સાફ કરીને દવાનો છંટકાવ કરી ગંધકની ધૂણી કરીને અમારું કામ પૂરું કરીએ. કેટલીક બહે નો એમ પણ કહે , “આવા સળગતામાં તમે શા માટે પડો છો? તમને પ્લેગનો ડર નથી લાગતો? તમે તો કંઈ સાધ્યું હોય તેમ જણાય છે.” આના જવાબમાં અમે તેમને સમજાવીએ કે અમે કેવી સાવચેતી રાખીએ છીએ. અને જ ે કોઈ એવી સાવચેતી રાખે તેને પ્લેગ લાગુ ન જ પડે. આવી રીતે પ્લેગના વાતાવરણની શુદ્ધિ સાથે આપણી હં મેશની રહે ણીકરણી વિશે, સ્વચ્છતા વિશે અને અન્ય વર્તન વિશે પણ ઠીક ઠીક પ્રચાર થાય. સરદારસાહે બની પત્રિકાઓ તો જુ દા જુ દા વિષય ઉપર હોય જ. આ કાર્યથી પ્રજામાં હિં મત આવી. તેમને આશ્વાસન મળ્યું કે જ ેમ ઉપર પ્રભુ સાંભળનારો છે તેમ નીચે પણ આપણને સાંભળનાર છે.

[ માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


પ્લેગના દરદીઓનું દવાખાનું આજ સુધી જુ દા જુ દા રોગો માટેનાં દવાખાનાં હોવાનું સાંભળ્યું છે, પણ પ્લેગનું દવાખાનું હોવાનું સાંભળ્યું નથી. પ્લેગ એક ભયંકર ચેપી રોગ ગણાય છે. તેનું નામ સાંભળી લોકો ભાગે છે. માબાપ પ્લેગમાં સપડાયેલા પોતાના પુત્રને ત્યાગે અને પુત્ર માબાપને ત્યાગે, એવા ઘણા દાખલા મેં જોયા છે. મરણનો ભય એવો છે કે જ્યાં સુધી તે આપણામાંથી ઓછો ન થયો હોય ત્યાં સુધી પ્રેમ, સેવા કે વાત્સલ્યભાવ જ ેવું કાંઈ હોતું નથી, દેખાવ માત્ર હોય છે. જ્યારે આવી આપત્તિ પ્રેમપાત્ર પર આવી પડે છે ત્યારે તેની કસોટી થઈ જાય છે. આવી આપણી દયાપાત્ર દશાને ઘરમાં પ્લેગ થયો કે આપણે ઘર મૂકીને ભાગીએ છીએ, અને સ્નેહી ગણાતા પાત્રને પણ વિખૂટું મૂકી દઈએ છીએ. પ્લેગને પ્રસંગે એક બાજુ આપણે કાળજી રાખવી જોઈએ, દરદીને અલગ રાખીને તેની સાવચેતીથી સારવાર કરવી જોઈએ, તેનો ચેપ ન લાગે એવી બધી સાવચેતી રાખવી જોઈએ, વગેરે નિયમો અને સાવચેતી ન રાખવી તે જ ેટલું ખરાબ છે તેટલું જ ખરાબ પોતાને ચેપ લાગશે એવા ભયથી પ્લેગના દરદીને એક બાજુ છોડી દેવો, તેની સારવાર પણ ન કરવી, એ પણ છે. મને તો એમ પણ લાગે છે કે પ્લેગને વખતે રાખવી જોઈતી સાવચેતી ન રાખવામાં કે રોગમાં સપડાયેલા સ્નેહી પાત્રની સારવારમાં વૈદ્યકીય દૃષ્ટિએ પોતાની તબિયત વિશે બેદરકાર રહે વામાં જ ેટલો દોષ છે તેના કરતાં મરણની ડરથી ફફડી ઊઠી રખેને પોતાને રોગનો ચેપ લાગી જશે એવા ડરથી સાવચેતીને નામે દરદીથી દૂર ભાગ્યા કરવું એમાં અનેક ગણો વધુ દોષ છે. આવા દાખલા પણ આ પ્રસંગે ઘણા મળ્યા. આવા ભયંકર રોગમાં સપડાયેલા દરદીઓને સાથે રાખી તેમની સારવાર માટે દવાખાનું ખોલવું એ પણ કેટલાક ડૉક્ટરને ઠીક નહીં લાગેલું. પણ અહીં આ પ્રસંગે તેવું દવાખાનું ભારે આશીર્વાદરૂપ નીવડ્યું. એટલું જ નહીં પણ પ્લેગના ફે લાવામાં અંકુશસમું નીવડ્યું. ડૉ. ભાસ્કર પ્લેગવાળાં ગામડાંમાં ફર્યા કરતા

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

હતા. અમારું કામ વ્યવસ્થિત થાય છે કે નહીં તે પણ જોતા હતા. તે સાથે જ ે ગામોમાં પ્લેગના દરદી હોય તેને તપાસી, તેનું દરદ નરમ પ્રકારનું હોય તો ત્યાં જ સારવારની વ્યવસ્થા કરે અને દરદ તીવ્ર હોય તો તેને બોરસદ છાવણીમાં લઈ જવાની વ્યવસ્થા કરે . આમ તીવ્ર વેદના ભોગવતા વીસેક દરદીઓને છાવણીમાં લાવવામાં આવ્યા હતા. તે બધાઓની પ્રેમપૂર્વક સારવાર ડૉક્ટરો તરફથી તેમ જ દરબારસાહે બના કુ ટુબ ં તરફથી થતી. આ મૃત્યુના મુખમાં પડેલા વીસ દરદીઓ પૈકી બે દરદી અસાધ્ય નીવડ્યા અને મૃત્યુ પામ્યા. બાકીનાને પૂર્ણ આરામ થયો. આમ ડૉક્ટર ભાસ્કર પ્લેગવાળાં ગામોને ખૂણેખાંચરે ફરે , પ્લેગના દરદીની તપાસ કરે . કેટલાક તો પોતાનું દરદ છુ પાવે. કોઈ સરકારી અમલદાર હોય ને પ્લેગની વાત કરે તો પોતાને બીજ ે ક્યાંક લઈ જાય અને હે રાન થવાય એવી બીકથી પોતાનું દરદ છુ પાવે. ડૉક્ટર ભાસ્કર દરદીને તપાસીને ખાતરી કરે કે તેને પ્લેગ છે અને તેને આશ્વાસન આપી તેની સારવાર કરે , આવા જ ે કેસોની સારવાર તેમના ગામમાં જ રાખીને ડૉક્ટરે કરી તેમાંથી એકેય નિષ્ફળ નીવડ્યો નથી. આ સાથે બીજુ ં કામ પણ થયું. મુંબઈથી ડૉક્ટર ભાસ્કર બોરસદમાં આવ્યા છે અને તે કોઈ પણ દરદીની સારવાર સેવાવૃત્તિથી કરે છે તેવી જાહે રાત થવાથી દરરોજ સવારે સત્યાગ્રહ છાવણીમાં મેળા જ ેવો દેખાવ થતો. આજુ બાજુ નાં ગામોમાંથી સંખ્યાબંધ દરદીઓ ત્યાં આવતા અને સંતોષ પામીને પાછા જતા. આમ બે અઢી માસ સત્યાગ્રહ છાવણી એક મેળાનું સ્થળ થઈ રહ્યું. હાલ તો તે સત્યાગ્રહ છાવણીનું મકાન પૂર્ણ થયું છે અને એક મહે લ જ ેવું ભવ્ય જણાય છે. પણ તેનું સ્થળ અને તેની બાંધણી એક સુંદર દવાખાનું થઈ શકે, ઓછામાં ઓછા પચાસ ખાટલા રહી શકે એવાં છે. ભાવિના ઉદરમાં શું નિર્માણ થયું છે તેની કોને ખબર છે? [રાવજીભાઈ મ. પટેલ લિખિત જીવનનાં ઝરણાં , ભાગ ૧માંથી]

o

81


આવતી કાલના પ્રશ્નો૧ કાકાસાહે બ કાલેલકર વર્તમાનમાં ઊભી થયેલી સ્થિતિ અકલ્પનીય છે, તે કેવી રીતે નિર્માઈ તેનો જવાબ કોઈની પાસે નથી. પણ આ કટોકટી ટળશે, પછીથી તેનું આકલન થશે અને ભવિષ્ય વિશે ફે રવિચારણા કરવાનું થશે. આવતી કાલ વધુ બહે તર થાય તે અર્થે કાકાસાહે બ કાલેલકરે ‘મુબ ં ઈની ભગિની સમાજ’ સમક્ષ ૧૯૨૫માં કરે લું વક્તવ્ય આજ ે બંધબેસતું છે.

દુનિયા1 આગળ આજના સવાલો એટલા બધા વિકટ

થઈ પડ્યા છે કે કેટલાક ઉત્કટ સેવકો જરૂર કહે શે કે, ‘આજનું મોત આજ ે મરી લઈએ, આવી કાલ ઊગશે ત્યારે ત્યારનું જોઈશું.’ છતાં એવા લોકો પણ જરાક શાંત થઈને વિચારતાં જોશે કે માણસ જીવે છે તે આવતી કાલની જ આશાએ. આવતી કાલનું આકર્ષણ ન હોત, આવતી કાલનું આશ્વાસન ન હોત, તો કેટલાયે લોકોએ આજને માટે જીવવાની ના પાડી હોત. એક રીતે એમ પણ કહી શકાય કે જ ે વ્યક્તિ અને જાતિ આવતી કાલના પ્રશ્નોનો વિચાર કરી રાખે છે તે જ આજ ે ફાવે છે. આવતી કાલના પ્રશ્નોનો વિચાર કરવા માટે એક જાતનું યૌવન અથવા તારુણ્ય જોઈએ છે. તરં ગી બાળકો અને આદર્શદર્શી યુવાનો સ્વભાવતઃ આવતી કાલનો વિચાર કરે છે. મહત્ત્વાકાંક્ષી અને વ્યવહારકુ શળ આધેડ વયના લોકો આજના સવાલોમાં જ રચ્યાપચ્યા રહે છે. જ્યારે થાકી ગયેલા ઇતિહાસપરાયણ ઘરડા લોકો ગઈ કાલના સવાલો ચૂંથ્યા કરે છે. આપણી ધાર્મિક ચર્ચાઓ, નાતજાતના ઝઘડાઓ અને કુ ટુબ ં ાભિમાન પાછળ ઘણી વાર ગઈ કાલના સવાલો જ હોય છે. એક વખતે ભારે પ્રતિષ્ઠા ભોગવતી અને આજ ે પછાત જ ેવી દશામાં પડેલી કેટલીક કોમો અને વ્યક્તિઓ પણ ગઈ કાલના સવાલોમાં જ રચીપચી દેખાય છે, અને દહાડે દહાડે તેમનો જીવનકલહ વધારે ને વધારે કપરો થતો જાય છે. ભૂતકાળ જાણવો એ જરૂરનું છે, કેમ કે ભૂતકાળમાં આપણી મૂડી 1. મુંબઈની ભગિની સમાજ આગળ તા. ૨૬-૯-’૨૫ના રોજ કરે લું ભાષણ.

82

સમાયેલી છે; ભૂતકાળ પાસેથી આપણને પ્રેરણા મળે છે, પણ ભૂતકાળ વાગોળ્યે દહાડો વળવાનો નથી. ભૂતકાળને આદરપૂર્વક દફનાવતાં પણ આપણને આવડવું જોઈએ. વર્તમાનકાળને ઓળખવો એ અપરિહાર્ય છે, કેમ કે આપણી હસ્તી જ વર્તમાનકાળમાં છે. પણ આપણા પુરુષાર્થની દિશા નક્કી કરવા ખાતર આપણે આવતી કાલનું જ દર્શન કરવું ઘટે છે. આવતી કાલનું દર્શન ન કરી શકીએ તો આપણું આખું જીવન અર્થશૂન્ય થઈ પડવાનું. જો આપણે આવતી કાલને આવકાર ન આપીએ તો મૂંઝવણ, અવ્યવસ્થા અને પરાધીનતા એ ત્રણે વસ્તુ આપણને વળગેલી જ છે. પણ આવતી કાલના પ્રશ્નો એટલે શું? આજના પ્રશ્નોનો ઉકેલ આવ્યા પછી ઊઠનારા પ્રશ્નો, એ એક જવાબ છે અથવા તો જ ે સવાલનો આજ ે ઉકેલ આણવો અશક્ય થઈ પડ્યો છે અને તેથી જ ે આવતી કાલ ઉપર મૂકવા પડ્યા છે તે પ્રશ્નો, એવો પણ અર્થ થઈ શકે છે. ત્રીજી રીતે વિચારતાં, જ ે પ્રશ્નો આજ ે ઊઠતા જ નથી, પણ આગળ જતાં ઊઠ્યા વગર રહે વાના નથી એવા સ્વાભાવિક પ્રશ્નો, એવો પણ અર્થ લઈ શકાય. આવતી કાલના પ્રશ્નો એ વિષય ખાસ કરીને સમાજશાસ્ત્રનો છે, એટલે કે એમાં વ્યાપક અર્થમાં ધર્મના સવાલોયે આવે, રાજકારણનાયે આવે, આર્થિક અને સામાજિક પણ આવે અને કેળવણી અને લોકશિક્ષણના પણ આવે. આખી દુનિયામાં માણસજાતની શી સ્થિતિ છે, મહાપ્રજાઓ વચ્ચે કેવો સંબંધ બંધાતો જાય છે, નૈતિક અને બૌદ્ધિક ઉન્નતિમાં માણસે કેટલી પ્રગતિ કરી છે, કુ દરતની મદદ માણસ [ માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


કેટલે દરજ્જે લઈ શક્યો છે અથવા એની સામે કેટલો દ્રોહ કરી રહ્યો છે, અને આગળ જતાં દુનિયા કેવું સ્વરૂપ પકડનાર છે, એ બધી વસ્તુઓનો વિચાર કર્યા પછી જ આવતી કાલના પ્રશ્નોનું સ્વરૂપ નક્કી થઈ શકે એમ છે અને ત્યાર પછી જ એ પ્રશ્નોનો ઉકેલ પણ આપણને સૂઝવાનો છે. કેટલાક સવાલો તો આવતી કાલની રાહ ન જુ એ એવા આકરા છે. દાખલા તરીકે દેશનો ભૂખમરો ટાળવાનો ઉપાય, અસ્પૃશ્યતાનિવારણ, કેળવણીનો ફે લાવો, કોમી સંપ અથવા સમાધાની, અને વેઠની બંધી. સ્ત્રીકેળવણીનો વિષય મેં આમાં જાણીજોઈને નથી ઉમેર્યો, એનું કારણ આગળ કહીશ. અત્યાર સુધીનો આપણો એટલે કે દુનિયાનો સુધારો તપાસીએ તો દરે ક સારી કે ખરાબ વસ્તુનો પ્રચાર બાહ્ય નિયંત્રણથી જ થયો છે — પછી તે સામ્રાજ્યનો વિસ્તાર હોય કે ધર્મનો પ્રચાર. જોહુકમી રાજાની લોહીતરસી તલવારથી માંડીને પીનલ કોડની કલમો સુધી જ્યાં જુ ઓ ત્યાં બાહ્ય નિયંત્રણ છે. દરે ક ધર્મના સિદ્ધાંતો જુ ઓ, કેટલા ઉદાર અને આત્મલક્ષી! પણ તે તે ધર્મના સંઘોના નિયમો જુ ઓ, ધર્મમાં આવનાર લોકોને માટે લાલચ, ધર્મબાહ્ય લોકોને માટે ધિક્કાર અને ધર્મ છોડીને જનારને માટે બીક ડગલે ને પગલે બતાવવામાં આવે છે. લશ્કરમાં જ ેમ આજ્ઞાનું શારીરિક પાલન આવશ્યક ગણાય છે તેમ ધર્મમાં પણ બન્યું છે. અને આપણો સામાજિક વિવેક કઈ રીતે ટકે છે? તેની અંતઃસ્થ સુંદરતાને લીધે કે સામાજિક નિંદાસ્તુતિને લીધે? રજાનો દરે ક રવિવાર બતાવે છે કે છ દિવસનું આપણું જીવન આપણે માટે સ્વાભાવિક નથી થયું. ઇજિપ્તની પિરામિડો, આગ્રાનો તાજમહાલ, વિજયનગરનાં મંદિરો અને યુરોપનાં કૅ થીડ્રલો કળાના ગમે તેટલા સુંદર નમૂના હોય, પણ તેની પાછળ અસંખ્ય ગરીબોની હાય છે. જીવતાજાગતા લાખો માણસોનું વ્યક્તિત્વ દબાવીને જ એ વસ્તુઓ ઊભી થઈ છે. મજૂ રોના પરસેવા ઉપર આળસમાં જીવનારા લોકો ભલે આ કળામાં આત્મવિકાસ જુ એ, પણ આ બધી

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

આજ અને આવતી કાલ વચ્ચે સમયનું અંતર નથી, પણ પ્રયત્નનું અંતર છે, શ્રદ્ધાનું અંતર છે. વાવણી વગર લણણીની મોસમ ન આવે તેમ આજના પ્રયત્ન વગર આવતી કાલ ઊગે નહીં. જોઈએ છે શ્રદ્ધા, જોઈએ છે દિવ્ય ભવિષ્યકાળ જોવાની દૃષ્ટિ.

ઇમારતોના પાયામાં માનવી આત્મા કચરાયેલો જ સ્પષ્ટ દેખાય છે. અનેક કુ ટુબ ં ોનો નાશ, નીતિનું સત્યાનાશ અને બંધુત્વનું ખૂન કર્યા પછી જ આ વસ્તુઓ ઊભી થઈ છે. એક ભોળા ભગતે તરતા તરતા નદીને સામે કાંઠ ે જઈ ત્યાંથી રોજ રોજ પથ્થર આણીને બાંધેલું દેવળ એ જ મારી દૃષ્ટિએ નિર્દોષ સાત્ત્વિક કળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. અને એ જ ધર્મનું ધામ કહે વાય. લશ્કરમાં જુ ઓ, લશ્કરનું કૌવત એની તાબેદારીમાં હોય છે અને તાબેદારી (ડિસિપ્લિન) એટલે શું? હૃદયની એકતા? ના. એ તો આવતી કાલની વ્યાખ્યા છે. લશ્કરમાં એક ‘હે ડ’ હોય છે, બાકી બધા ‘હૅ ન્ડ્ઝ’ એટલે કે એક માણસની ઇચ્છા અને બુદ્ધિશક્તિ પ્રમાણે બધું કામ ચાલે છે અને બાકી બધા પોતાના ‘હે ડ’નો સ્વતંત્ર ઉપયોગ ન જ કરી શકે. પ્રમુખનું મુખ જ બોલે; બાકી બધા મનુષ્યો હોવા છતાં મૂક. આથી ધાર્યું કામ બહુ જ સુંદર રીતે પાર પડે છે, પણ મનુષ્યજાતિનો આત્મા હણાય છે. આજનો સોલ્જર સાચો ક્ષત્રિય નથી હોતો, કેમ કે આત્માનું ગૌરવ તે જાણતો જ નથી. અને સરકારી ખાતાંઓમાં પણ શું? એક બાજુ એ વ્યવસ્થામાં ક્યાંયે છિદ્ર રહે તું નથી, ત્યારે બીજી બાજુ એ માણસની માણસાઈ જ હણાય છે. જ ે જાતિએ નોકરશાહીનો વર્ગ ઉત્પન્ન કર્યો તે જાતિની કાર્યકુ શળતા ગમે તેટલી વધે, પણ તેનું તેજ તો લુપ્ત જ થઈ જાય છે. જ ેઓ વગર 83


વિચાર્યે હુકમ ઉઠાવી શકે છે, માગેલું કામ કશા ઉત્સાહ વગર પણ નિયમિત આપી શકે છે તેઓ માણસ નથી, પણ યંત્ર છે. જાલિમ થતાં તેમને ક્ષોભ થતો નથી, ગુલામ થતાં શરમ આવતી નથી. આખી દુનિયાનો ઇતિહાસ તપાસીએ તો એમ જણાય છે કે માણસે સુધારા પાછળ દોડતાં સ્વતંત્રતાનો મિજાજ કેળવવાને બદલે ખોયો જ છે. આપણા ધર્મના અને સંપ્રદાયના કેટલાક નિયમો જુ ઓ. તેમાં પણ પૂર્વાચાર્યોએ લોકોની બુદ્ધિ અને ભાવનાઓ કેળવવા જ ેટલી ધીરજ હં મેશાં બતાવી નથી. તેથી ફક્ત બાહ્ય નિયમોના પાલનથી જ આપણે સંતુષ્ટ રહ્યા છીએ અને ધર્મના જ ેવી જલદ અને ઊંડી શાંતિથી પણ પ્રજા અસ્પૃષ્ટ જ રહી છે. સામાજિક નીતિએ મોટે ભાગે બાહ્ય વિવેકનું જ સ્વરૂપ પકડ્યું છે અને બધે જાણે દંભનું જ સામ્રાજ્ય ચાલે છે. કંઈક આશા હોય તો કૌટુબિ ં ક જીવનમાં છે, પણ ત્યાં પણ ઘરની અંદરનાં તાળાંકૂંચીઓ શું સૂચવે છે? સગાંસંબંધીઓ વચ્ચે સ્ટૅમ્પ ઉપર થતા કરારો શું સૂચવે છે? સ્ત્રીપુરુષ વચ્ચેના કેટલાક વિવેકના નિયમો શું સૂચવે છે? એટલું જ કે માણસની હજી નૈતિક ઉન્નતિ થઈ નથી. તેથી જ બાહ્ય નિયંત્રણ આવશ્યક થઈ પડ્યું છે અને એ નિયંત્રણની મદદથી જ આપણું ગાડુ ં ચાલી શકે એમ છે. આપણી આખી સામાજિક વ્યવસ્થા અને આર્થિક આયોજના જુ ઓ. ગરીબોની મહે નત પર પૈસાદારો જીવે છે અને કળા અને સંસ્કૃતિ કેળવે છે. બિચારા ગરીબોને એમાંથી કશું મળતું નથી. અભણ લોકોના અજ્ઞાન ઉપર વિદ્વાનો પોતાની પ્રતિષ્ઠા જમાવે છે, અને સૈકાઓ વીત્યા છતાં બિચારા અભણો અભણ જ રહ્યા છે. ‘વિદુષાં જીવનં મૂર્ખા:’ એ આપણે તો સમાજશાસ્ત્રનું સૂત્ર જ કરી નાખ્યું છે. આપણી સામાજિક માન્યતાઓ, આપણા રિવાજો અને કાયદાઓ ગરીબોની દાઝ બહુ ઓછી બતાવે છે. ‘દયા ધરમ કા મૂલ હૈ ’ એ વચન થોડાક ભિખારીઓને અથવા અપંગ આંધળાઓને અને વિધવાઓને ખવડાવવા પૂરતું જ જાગ્રત રહ્યું છે. તેથી બુદ્ધિશક્તિ 84

અનંત રીતે ખીલવીને, વ્યવસ્થાશકિત અણિશુદ્ધ કરીને આખી દુનિયાએ જ ે ભારે સંસ્કૃતિ ઊભી કરી છે તે નીતિ વગરની એટલે કે પાયા વગરની થઈ પડી છે. આસુરી સંસ્કૃતિને હં મેશાં દસ માથાના રાવણની જ જરૂર નથી હોતી. છતાં આજની સ્થિતિ સાવ નિરાશાજનક નથી. બાહ્ય નિયંત્રણ પણ ટકે છે શેના આધારે ? એની પાછળ નીતિતત્ત્વ તો રહે લું જ છે. સામાજિક દબાણથી ભલે લોકો નીતિનું પાલન કરતા હોય, પણ એ સામાજિક દબાણ પાછળ સુધ્ધાં નીતિનું જ સામ્રાજ્ય રહે લું છે. છતાં જ ે વસ્તુ સુપ્ત છે તે પ્રગટ થવાની જરૂર છે, કેમ કે હવે સામાજિક આત્મા જાગ્રત કરવાનો વખત આવી પહોંચ્યો છે. આવતી કાલના પ્રશ્નો અનંત છે, કેમ કે માણસનું જીવન વિવિધ છે, પણ એ બધા સવાલો પાછળ એક જ વસ્તુ મુખ્ય છે કે માણસના વિકાસમાં આત્માને કેટલું સ્થાન મળવાનું છે? બાહ્ય નિયંત્રણથી કાર્યકુ શળતા ભલે વધે, પણ તેથી માણસનું કુ શળ થશે જ એવી ખાતરી નથી. એને માટે તો માણસમાત્રની બુદ્ધિનો વિકાસ થવો જોઈએ, માણસના હૃદયનો વિકાસ થવો જોઈએ, માણસની સમજશક્તિનો વિકાસ થવો જોઈએ, અને નીતિયુક્ત સહકાર કરવાની આવડત વધવી જોઈએ. આજ ે બાહ્ય નિયંત્રણથી સ્વાર્થ પૂરતો અથવા તો બીકને લીધે સહકાર કરવો પડે છે તે અસહાય સહકાર છે. એને ઠેકાણે પ્રેમાદરનો સેવાભાવનો જીવનવ્યાપી સહકાર થવો જોઈએ. તે થાય તે જ માણસજાત સુધરી કહે વાય અને ‘ધર્મો વિશ્વસ્ય જગત: પ્રતિષ્ઠા’ એ સૂત્ર કૃ તાર્થ થાય. એને માટે આપણે આપણાં સાધનમાં ફે રફાર કરવો જોઈએ. અત્યાર સુધી આપણે જ ેટલું કર્યું છે તે બધું કાયદાથી કર્યું છે—પછી તે કાયદો સરકારનો હોય, સમાજનો હોય કે ધર્માચાર્યોનો હોય. આપણે હવે કાયદા પરનો વિશ્વાસ છોડી દઈ કેળવણી દ્વારા કામ લેવું રહ્યું. કાયદાનો માર્ગ સહે લો છે, જંગલી છે, અને અંતે વ્યર્થ છે. કેળવણીનો માર્ગ ધીમો છે, ધીરજનો છે, સંસ્કારી છે, અને અંતે સમર્થ છે. અને તે કેળવણી [ માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


કેવી? ‘યુનિવર્સિટી’ દ્વારા ‘ફાઉંડ’ કરે લી ‘ચેઅર્સ’ દ્વારા આપેલી નહીં. દેશભર ચોપાનિયાંનાં પૂર વહાવી મેલીને સુઝાડેલી નહીં. તેમ જ રજાના દિવસોમાં ગોઠવેલી વ્યાખ્યાનમાળાઓથી અપેક્ષેલી પણ નહીં. કેળવણી એ દિવ્ય વસ્તુ છે. એનો પ્રચાર પેગંબરોના ઉત્સાહથી જ થઈ શકે છે. એની પાછળ જીવનસર્વસ્વ રે ડલ ે ું હોય, એની પાછળ આત્મબલિદાન હોય. અત્યાર સુધી દુનિયાએ બલિદાન ઓછુ ં આપ્યું નથી. પણ તે આત્મબલિદાન ન હતું. પશુના બલિદાનથી માણસો વધ્યા. ગરીબોનું બલિદાન આપીને પૈસાદાર લોકો ફાવ્યા. બળદોનું બલિદાન લઈને ઘોડા રોગમુક્ત થયા. જાતિઓનું બલિદાન લઈને સામ્રાજ્યો માત્યાં. આપણા ધર્મગ્રંથોએ પણ અનુમોદ્યું : યજ્ઞાર્થ બલય: સૃષ્ટા: સ્વયમેવ સ્વયંભુવા | અતસ્ત્વાં ઘાતયામ્યદ્ય, યસ્માદ્યજ્ઞે મતો વધ: || માણસ પશુને જુ એ છે કે તરત જ અભિમંત્રે : પશુસ્ત્વં બલિરૂપેણ મમ ભાગ્યાદવસ્થિત: | દુર્બળોનો બળિ આપીને આપણે શક્તિ કેળવી છે, વ્યવસ્થા કેળવી છે, સ્વાર્થી દીર્ઘદૃષ્ટિ કેળવી છે, જીવવાની અને જીતવાની કળા ખીલવી છે. પણ આપણે આત્મા ખોયો છે. આપણે આત્યંતિક કલ્યાણ ખોયું છે, બંધુતા ખોઈ છે અને ભારે ભૌતિક ઉત્કર્ષ સાધવા છતાં પરમાત્માની કૃ પા ખોઈ છે. આવતી કાલના પ્રશ્નોનો ઉકેલ આણવો હોય, આત્માનું સ્વાતંત્ર્ય સ્થાપવું હોય, માણસજાતને આઝાદ કરવી હોય તો હવે પછી આત્મબલિદાનની શક્તિ કેળવવી જોઈશે. આત્માને જાગ્રત કરનાર કેળવણી અને આત્મબલિદાનની શક્તિ એ જ આવતી કાલનાં બારણાં ઉઘાડવાની કૂ ંચી છે. અત્યાર સુધી આપણે બીજાને સહન કરાવતા આવ્યા છીએ. હવે પછી પંડ ે સહન કરવાનો રસ્તો લેવો જોઈશે. આ રસ્તો પ્રતીપ છે, એટલે કે વહે તી ધારાથી ઊલટી દિશાએ જવાનો છે. શરૂઆતમાં એમાં આપણે ફાવવાના નથી. વ્યવહારકુ શળ લોકો આપણને હસી કાઢશે, ભૂતકાળનો ઇતિહાસ ટાંકીટાંકીને આપણને બેવકૂ ફ ઠરાવશે, કંઈ

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

આજે લોકો તેને અબળા તરીકે ઓળખે છે. પણ જ્યારે એમનો વખત આવશે ત્યારે દુનિયા જોશે કે આજની અબળા એ આવતી કાલની શક્તિસ્વરૂપિણી છે. સહન કરીકરીને તેણે સહાનુભૂતિ કેળવી છે. જીવનકલહમાંથી અમુક દરજ્જે મુક્ત રહી તેણે ભાવનાઓનો વિકાસ કર્યો છે. નમ્ર થઈ સામ્રાજ્ય ભોગવવાની કળા તેને લાધી છે. આવતી કાલ તેની   છે.

નહીં તો તરં ગી તો કહે શે જ, પણ આવી નિષ્ફળતામાંથી જ ભવિષ્યકાળની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. બીજ સડે ત્યારે જ અંકુર ફૂટ.ે આકાશમાં ઊંચો મિનારો બાંધતાં પહે લાં પાયાના ખાડામાં અનેક પથરા નાખવા પડશે. લોકો કહે શે, ‘શો અવળો પ્રયત્ન!’ છતાં શ્રદ્ધાપૂર્વક, આકાશ તરફ પણ જોયા વગર, પાયામાં કામ કરવું પડશે. આ ભગીરથ કામ કોણ કરે ? આ કામનું મહત્ત્વ અને સ્વરૂપ કોણ સમજી શકે? આ કાર્ય માટે જાણ્યેઅજાણ્યે કોણે તૈયારી કરી છે? માણસની દૃષ્ટિમાં ત્રિકાલ જોવાની જ ેટલી શક્તિ હોય તેટલી જ ેમની પાસે છે એવા વૈદિક અર્થના કવિઓ જ આ કામ કરી શકે, પણ એવા આજ ે દુનિયામાં કેટલા છે? બહુ જ વિરલ અને તેમને પણ કોઈ સમજતું તો નથી જ. આવડા મોટા વ્યાસ! પણ તેમને પણ આખરે તાત્કાલિક હારનાં વચન કાઢવાં પડ્યાં : ઊર્ધ્વબાહુર્વિરૌમ્યેષ ન ચ કશ્ચિચ્છૃ ણોતિ મે | આજ ે પણ શું એવી જ દશા નથી? ના. એ ભવિષ્ય માટે પરિસ્થિતિની કઠોર નિશાળમાં કેળવાયેલો એક વર્ગ છે. આજ ે લોકો તેને અબળા તરીકે ઓળખે છે. પણ જ્યારે એમનો વખત આવશે ત્યારે દુનિયા જોશે કે આજની અબળા એ આવતી કાલની શક્તિસ્વરૂપિણી છે. સહન કરીકરીને તેણે સહાનુભૂતિ કેળવી છે. જીવનકલહમાંથી અમુક દરજ્જે મુક્ત રહી તેણે ભાવનાઓનો વિકાસ કર્યો છે. નમ્ર થઈ સામ્રાજ્ય 85


ભોગવવાની કળા તેને લાધી છે. આવતી કાલ તેની   છ.ે પણ સ્ત્રીઓની તપશ્ચર્યા અધૂરી છે. દૃષ્ટિ સંકુચિત, પ્રેમસંબંધનું ક્ષેત્ર સંકુચિત, અમુક રીતે જીવન પરાધીન, અને અતિ સહન કરવું પડ્યાથી વૃત્તિઓ કંઈક વિકૃ ત — એ વસ્તુસ્થિતિ તરફ આંધળા રહ્યે પાલવે એમ નથી. માતા તરીકે સ્ત્રીનું સ્થાન કેળવણીકારના જ ેવું છે. તે સ્થાનમાં તેઓ આજ ે દીપી નીકળતાં નથી. ભગિની તરીકે ભાઈઓમાં કોમળ તેજસ્વિતા અને પવિત્ર નિષ્ઠા કેળવવાનું કામ હજી તેઓએ હાથમાં લીધું નથી. સ્ત્રી તરીકે સહધર્મિણીને સ્થાને તેઓ વિરાજ્યાં નથી અને કન્યા તરીકે તેમની મારફતે પરમમંગલા ચિત્‌સ્વરૂપિણી આદિશક્તિનું આપણને દર્શન થતું નથી. એ બધું કરવા માટે એમને નવી દીક્ષા મળવી જોઈશે. એ દીક્ષા વગરની આજની

કેળવણી તેમને તેમના આદર્શથી દૂર દૂર લઈ જશે. તેઓ પોતે દીક્ષા લે અને દુનિયાને શીતળ ત્યાગનો, ઉલ્લાસયુકત આત્મબલિદાનનો પાઠ ભણાવે ત્યારે જ આવતી કાલની તૈયારી થશે. આજ અને આવતી કાલ વચ્ચે સમયનું અંતર નથી, પણ પ્રયત્નનું અંતર છે, શ્રદ્ધાનું અંતર છે. વાવણી વગર લણણીની મોસમ ન આવે તેમ આજના પ્રયત્ન વગર આવતી કાલ ઊગે નહીં. જોઈએ છે શ્રદ્ધા, જોઈએ છે દિવ્ય ભવિષ્યકાળ જોવાની દૃષ્ટિ. જોઈએ છે ભૂતકાળના નિરાશ અનુભવ તરફ આંધળાપણું અને બેદરકારી. ઈશ્વરભક્તિ, આત્મનિષ્ઠા અને પવિત્રતાની ચાહ વગર આ વસ્તુઓ આવવાની નથી. જગન્માતાની પ્રાર્થના કરી આ ત્રણે વસ્તુ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ. o

લૉક-ડાઉન દરમ્યાન કાકાસાહે બ કાલેલકરના આ પુસ્તકો ઈબુક સ્વરૂપે વાંચો www.e-shabda.com For information: email to apurva.ashar@gmail.com

86

[ માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


સામાજિક નવસર્જનની પ્રક્રિયા ઍલ્વિન ટોફલર વિશ્વની મોટા ભાગની વસતીને આજ ે ઘરે થી કામ કરવાનો વખત આવ્યો છે. અમેરિકાના લેખક અને ભવિષ્યવેતા ઍલ્વિન ટોફલર તેમના ચર્ચિત પુસ્તક The Third Wave [ ત્રીજુ ં મોજુ ,ં રજૂ આત : કાન્તિ શાહ] માં તેની આગાહી કરી હતી. વર્ક ફ્રોમ હોમ કલ્ચરને ઍલ્વિન ટોફલરે જ ે રીતે કલ્પી હતી તે આજની વાસ્તવિકતા બની ચૂકી છે.

ટોફલરે બીજા એક મોટા પરિવર્તનની સંભાવના

દર્શાવી છે. તેને લીધે આપણાં ગૃહજીવન પર અને સમાજજીવન પર દૂરગામી અસર થશે, તથા તે આપણા ઘરમાંયે ક્રાંતિ લાવશે. આજ ે માણસના ગૃહજીવન અને વ્યાવસાયિકજીવન વચ્ચે જ ે મોટી ખાઈ પડી છે, તે હવે પુરાતી જશે. આજ ે માણસ પોતાનો બધો કામધંધો ઘરની બહાર કરતો થયો છે, તેને બદલે વધુ ને વધુ કામધંધો હવે ઘરની અંદર રહીને થશે. આ કદાચ આપણને ભારે નવાઈભરે લું લાગે, પરં તુ ટોફલર કહે છે કે, ત્રણસો વરસ પહે લાં કોઈએ કહ્યું હોત કે માણસ પોતાનું ઘર, ખેતર અને ગામ છોડીને કારખાનાંઓ અને ઑફિસોમાં કામ કરતો થશે, તો લોકોએ તેને ગાંડો ગણ્યો હોત. છતાં બીજા મોજાની અસર હે ઠળ એવું જ બન્યું. એવી રીતે હવે આપણે આપણા જીવનકાળ દરમિયાન જ નજરોનજર જોઈશું કે કારખાનાંઓ અને કાર્યાલયો સૂનાં પડતાં જશે અને વધુ ને વધુ માણસો પોતાના ઘરમાં રહીને જ કામધંધો કરતા થશે. ઉત્પાદનની નવી પદ્ધતિઓ, વિકાસ પામી રહે લ નવી ટેક્નોલૉજી, કામધંધાનું ઊભું થઈ રહે લ નવું સ્વરૂપ વગેરે આવા પરિવર્તન માટે ખૂબ સહાયભૂત થશે. એક નવા ઉચ્ચ સ્તરે ઇલેક્ટ્રૉનિક કુ ટીર ઉદ્યોગની દિશામાં આપણે પ્રયાણ કરીશું. ઘરનું મહત્ત્વ વધશે અને તે સમાજનું કેન્દ્ર બનશે. આની સામે જાતજાતની દલીલો થઈ શકે : લોકોને ઘરમાં ગોંધાઈ રહે વું ગમે જ નહીં. જોતા નથી, આજ ે તો સ્ત્રીઓ પણ ઘરની બહાર નીકળવા મથી રહી છે? …બાળકોની ધમાચકડી વચ્ચે ઘરમાં રહીને કામ શી રીતે થઈ શકે? …ઉપર કોઈની દેખરે ખ ન હોય,

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

તો માણસો કામ કરશે ખરા? …ઘરમાં બધી સગવડ જ ક્યાં છે? …તમે શું કહો છો? …ઘરનાં ભંડકિયામાં નાનકડી ભઠ્ઠી નાખી શકાશે? ...મકાનમાલિકો વાંધો ઉઠાવશે… મજૂ ર સંઘો આનો વિરોધ કરશે… શું મારે દિવસ આખો ઘરે મારી પત્ની (કે પતિ) સાથે રહે વાનું? કોઈ પણ પરિવર્તન વખતે આવા સવાલો ઊઠવાના. છતાં અનેકવિધ પરિબળો આજ ે આપણને આવા પરિવર્તનની દિશામાં જ લઈ જઈ રહ્યાં છે. ઉત્પાદનની પદ્ધતિ અને કામધંધાનું સ્વરૂપ એવું થતું જાય છે કે કારખાનાં અને ઑફિસોમાં જઈને કામ કરવાનું અનિવાર્ય નથી રહ્યું. ટોફલરે અમેરિકાનાં ત્રણ કારખાનાંના દાખલા આપીને કહ્યું છે કે તેમાં થતાં કુ લ કામોના ૩૫થી ૫૦ ટકા કામો એવાં છે, જ ે સહે લાઈથી ઘેર બેઠાંયે થઈ શકે. ઓર્થો ફાર્માસ્યુટિકલ લિ.ના ઉપપ્રમુખ પીટર ટેટલના શબ્દોમાં — ‘આજ ે હવે સવાલ કેટલાને ઘેર બેઠાં કામ કરવાની રજા આપી શકાય એ નથી રહ્યો, પણ સવાલ એ છે કે કેટલાંએ હજી કારખાનાં અને ઑફિસોમાં રહીને કામ કરવું પડશે? મારા પ્લાન્ટમાં ૩૦૦ કર્મચારી છે. સંદેશવ્યવહારની જરૂરી ટેક્નોલૉજી જો પૂરી પાડી શકાય તો આમાંના ૭૫ ટકા ઘરે રહી સુખેથી કામ કરી શકે.’ ટોફલરે ઇલેક્ટ્રૉનિક કુ ટીરની દિશામાં લઈ જનારાં જુ દાં જુ દાં પરિબળોનું વિશ્લેષણ કર્યું છે. લૉસ એન્જેલીસમાં વીમા કંપનીના ૨૦૪૮ કર્મચારીઓનો સર્વે કરવામાં આવ્યો, તો એમ જોવા મળ્યું કે પોતાના ઘરે થી કામના સ્થળે જવા-આવવામાં દરે ક કર્મચારીને રોજના સરે રાશ ૨૧ માઈલની મુસાફરી કરવી પડે 87


છે. મોટા અધિકારીઓ તો વધુ દૂર રહે છે. એમની સરે રાશ ૩૩ માઈલની આવે છે. એટલે કે આ કર્મચારીઓ કામધંધે જવા-આવવા માટે વરસે દહાડે એક કરોડ ચોવીસ લાખ માઈલની મુસાફરી કરે છે. એક માઈલના ૨૨ સેન્ટના હિસાબે કુ લ ૨૭ લાખ ડૉલર જ ેટલો ખર્ચ કંપની અને ગ્રાહકો ઉપર પડે છે. આટલા કર્મચારીઓને કામધંધે જવા-આવવા પાછળ જ વરસે દહાડે પોણા ચાર કરોડ કિલોવૉટ જ ેટલી ઊર્જા ખર્ચાઈ જાય છે. ટોફલરે એક હિસાબ કરીને એમ બતાવ્યું કે અમેરિકાના ૧૨થી ૧૪ ટકા જ ેટલા નોકરિયાતોની આવી અવરજવર બંધ થાય તોયે વરસે સાડા સાત કરોડ પીપ જ ેટલો ગૅસોલીનનો વપરાશ ઘટે અને તો અમેરિકાએ ગૅસોલીન બિલકુ લ આયાત કરવું ન પડે. આપણે ત્યાં પણ લોકો પોતાના ઘરે થી બહુ દૂર દૂર સુધી કામધંધે જાય છે. મુંબઈમાં વિરાર અને કલ્યાણથી તથા ઠેઠ પૂના અને સુરતથી લોકો રોજ ટ્રેનમાં આવે-જાય છે. વડોદરા, અમદાવાદ, ભરૂચ, સુરત, વલસાડ વગેરેથી ટ્રેનમાં નોકરીએ જવાઆવનારા હજારો લોક છે. રોજ બબ્બે-ત્રણ-ત્રણ કલાક જવાના અને રોજ બબ્બે-ત્રણ-ત્રણ કલાક પાછા ફરવાના એમને થાય છે. સાત-આઠ કલાકની નોકરી માટે બીજા પાંચ-સાત કલાક નોકરીના સ્થળે જવાઆવવાના એમને થાય છે. ખરે ખર આ શોચનીય છે. આજ ે ભલે આ બધું યંત્રવત્ ચાલ્યા કરતું હોય પણ આમાં ફે રફાર થવો જ જોઈએ. માણસના જીવનનો આટલો બધો સમય વાહનવ્યવહારમાં જ વેડફાઈ જાય? ટોફલરનું કહે વું છે કે ઔદ્યોગિક સંસ્કૃતિનું આવું આખું આયોજન જ બુદ્ધિહીન, વ્યર્થ અને વાહિયાત છે. લોકો લાચાર છે એટલે એને વશ થાય છે, પણ દિલથી તો આવી વ્યવસ્થાને તેઓ ધિક્કારે છે. લોકમાનસમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. અંગત જીવન પ્રત્યેનું, નાનાં નગરો અને ગ્રામજીવન પ્રત્યેનું, કુ ટુબ ં જીવન પ્રત્યેનું લોકોનું વલણ વધતું જાય છે. નવાં મૂલ્યો લોકોના મનમાં વસતાં જાય છે. જ ેટલાં કામો 88

માણસો પણ જો આવી રીતે ઘરે બેઠાં કામ કરતાં થઈ જાય તો તેની આપણે કલ્પીયે ન હોય તેટલી ભારે અસર આપણા સમગ્ર અર્થતંત્ર ઉપર, શહેરો ઉપર, ઇકોલૉજી ઉપર, કૌટુંબિક માળખા ઉપર, આપણાં મૂલ્યો ઉપર અને આપણા રાજ્યતંત્ર ઉપર પણ પડશે

ઘેર બેઠાં થઈ શકતાં હોય તેટલાં અમને ઘરે જ કરવા દો. એવી માગણી કરતાં આંદોલનો પણ હવે ઊઠશે. એક વાર ઇલેક્ટ્રૉનિક કુ ટીર અને ઘેર બેઠાં કામ કરવાની આ વાત સમાજમાં રૂઢ થશે તો તેનાં ઘણાં દૂરગામી પરિણામો આવશે. પછી નોકરી બદલાતાં રહે ઠાણ નહીં બદલવું પડે. એક કંપનીના કમ્પ્યૂટરને બદલે બીજી કંપનીના કમ્પ્યૂટરથી કામ ચાલશે. માણસ સમાજજીવનમાં વધુ ભળી શકશે. સમાજ સાથે એ વિશેષ એકરૂપતા અનુભવશે. ઇલેક્ટ્રૉનિક કુ ટીરમાં વિકેંદ્રિત ઊર્જાની જરૂર પડશે. તેને લીધે પ્રદૂષણની માત્રાયે ઘણી ઘટી જશે. કેટલાંક આર્થિક પરિણામો પણ આવશે. માણસ વધુ સ્વતંત્ર રીતે કામ કરતો થશે. નાની નાની સહકારી મંડળીઓ તરફનું વલણ વધશે. સૌથી વિશેષ તો આની મનોવૈજ્ઞાનિક અસરો થશે. ઇલેક્ટ્રૉનિક કુ ટીર ગૃહજીવનને પોષક નીવડશે. પતિ-પત્ની સાથે કામ કરતાં થશે તેને લીધે કુ ટુબ ં જીવન સુધરશે. ઘરમાં તેમ જ પડોશમાં ભાવાત્મક સંબંધો ગાઢ બનશે. અલબત્ત, માણસોની રુચિ-વૃત્તિ જુ દી જુ દી હોય છે. દરે કને ઘરે કામ કરવું ન પણ ગમે, તો કેટલાક થોડો વખત ઘરે અને થોડો વખત બહાર કામ કરશે. પણ એટલું નક્કી કે ઔદ્યોગિક સમાજની આજની ઘણી સમસ્યાઓ હવે આજના માળખામાં રહીને જ નહીં ઊકલી શકે. કેમ કે ખરું જોતાં એ સમસ્યાઓ [ માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ઉત્પાદનનાં સ્વરૂપ અને પદ્ધતિમાં જ અંતર્ગત રહે લી છે. તેથી તેને ઉકેલવા માટે ઉત્પાદન અને કામધંધાના સ્વરૂપ અને પદ્ધતિમાં જ ધરમૂળથી પરિવર્તન લાવવું પડશે. ટોફલરનું કહે વું છે કે આવતા વીસથી ત્રીસ વરસમાં કેવળ દસથી વીસ ટકા જ ેટલા માણસો પણ જો આવી રીતે ઘરે બેઠાં કામ કરતાં થઈ જાય તો તેની આપણે કલ્પીયે ન હોય તેટલી ભારે અસર આપણા સમગ્ર અર્થતંત્ર ઉપર, શહે રો ઉપર, ઇકોલૉજી ઉપર, કૌટુબિ ં ક માળખા ઉપર, આપણાં મૂલ્યો ઉપર અને આપણા રાજ્યતંત્ર ઉપર પણ પડશે. આવી સંભાવના વિશે ખરે જ ચિંતન ચાલવું જોઈએ. પાંગરી રહે લી એક નવી સંસ્કૃતિનાં આ લક્ષણો છે. ટોફલરે આવા પરિવર્તનની આજની લગ્નસંસ્થા ઉપર અને કુ ટુબ ં સંસ્થા ઉપર પડનારી અસરનું વિગતે વિવરણ કર્યું છે. ખાસ કરીને અમેરિકાના સમાજના સંદર્ભમાં ટોફલરે કહ્યું છે કે બીજા મોજાની અન્ય સંસ્થાઓની જ ેમ લગ્નસંસ્થા પણ આજ ે તૂટી રહી છે. લગ્નવિચ્છેદનું પ્રમાણ ઘણું વધી ગયું છે. ૧૯૭૦થી ૧૯૭૮ વચ્ચે અમેરિકામાં ૧૪થી ૩૪ના વયજૂ થમાં એકલા રહે નારાઓની સંખ્યા ત્રણ ગણી વધી છે. ઘણા યુવાનોને નાની વયે કુ ટુબ ં છોડી જાય છે, પણ પરણે છે મોડા. લગ્ન વિના સાથે રહે નારા સ્ત્રીપુરુષોની સંખ્યા પણ વધતી જાય છે. સ્વભાવ વગેરેનો ઝટ મેળ નથી પડતો. નફકરા રહે વા માટે બાળકોની જંજાળમાંથીયે છૂટવાનું વલણ છે. આવા સંજોગોમાં પંદર-વીસ ટકા લોકો પણ ઇલેક્ટ્રૉનિક કુ ટીરની ઢબે પોતાના કામ–ધંધા–વ્યવસાયનું નવેસરથી આયોજન કરતા થશે, તો તેની ભારે દૂરગામી અસર લગ્નસંસ્થા ઉપર અને કુ ટુબ ં સંસ્થા ઉપર પડ્યા વિના રહે શે નહીં. ે આજ તો પતિ–પત્નીને દિવસ દરમિયાન સાથે રહે વાનું બહુ ઓછુ ં બને છે. તેને બદલે બંને લગભગ આખો દિવસ સાથે રહે તાં થશે. હા, કેટલાકને આ નહીં ગમે. પણ ઘણા આનાથી બહુ રાજી થશે. તેઓ પોતાનું સહજીવન પૂરા અર્થમાં માણી શકશે. ગાઢ આત્મીયતા અને સહિયારા અનુભવથી પોતાનું લગ્નજીવન વધુ સભર બનેલું એમને લાગશે. બંને

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

પોતાનાં સુખદુ:ખ સવિશેષ વહેં ચતા થશે. એકમેકની સમસ્યાઓ અને મૂંઝવણોમાં બંને વધારે ભાગ લેતાં થશે. બંને એકમેક પાસેથી શીખશે. બંને એકબીજાના કામમાં સહાયભૂત થશે. કેટલાંક દંપતી વ્યાવસાયિક કામો પણ ખભેખભા મિલાવીને કરતાં થશે. અંગત જીવન અને વ્યાવસાયિક જીવન વચ્ચેની ખાઈ દૂર થશે. પોતાના જીવનસાથીને પોતાના અસ્તિત્વના એક આખાયે પાસાંથી સાવ અળગા રાખવાનું શક્ય જ નથી. સાથે જીવીને જ સહજીવન યથાર્થ બનશે. આને લીધે ઉષ્માભર્યા અંગત સંબંધો ખીલશે અને પ્રેમમાં ઊંડાણ આવશે. બીજા મોજાના પ્રભાવ હે ઠળ સંયુક્ત કુ ટુબ ં ની પ્રથા તૂટી પડી હતી. પતિ-પત્ની અને બે-ત્રણ બાળકોનું કુ ટુબ ં એ ઔદ્યોગિક સંસ્કૃતિમાં એક નમૂનારૂપ ગણાયું. સાથોસાથ રોમેન્ટિક પ્રેમની બોલબાલા થઈ. અગાઉ જીવનસાથીની પસંદગીમાં ઘણી બાબતોનો ખ્યાલ રખાતો. પણ હવે ‘પ્રેમ’ મુખ્ય બન્યો તથા તે પ્રેમ એટલે જાતીય સુખ અને સંગાથ. પરં તુ હવે પાંગરી રહે લા ત્રીજા મોજાની સંસ્કૃતિમાં ‘પ્રેમ કરતાં કાંઈક વિશેષ’ની અપેક્ષા છે. લગ્નજીવનમાં કેવળ જાતીય અને માનસિક ભૂખ સંતોષાય એટલું પૂરતું નથી. જીવનસાથીની પસંદગીમાં પણ કર્તવ્યનિષ્ઠા, જવાબદારીની ભાવના, આત્મશિસ્ત તેમ જ અન્ય કામકાજ સાથે સંબંધિત ગુણોને પણ મહત્ત્વ અપાશે. પ્રેમની વ્યાખ્યા જ બદલાઈ જશે. બીજા મોજા દરમિયાન કુ ટુબ ં ની એક પછી એક જવાબદારી ઓછી કરતા જવાનું વલણ રહ્યું. બાળકોનું શિક્ષણ નિશાળને સોંપી દેવાયું. બુઢ્ઢાંને ઘરડાંઘરમાં મોકલી દેવાયાં. બીમારને હૉસ્પિટલને હવાલે કરાયા. પરં તુ હવે ફરી કુ ટુબ ં સમાજનું એક જવાબદાર એકમ બનશે અને જુ દી જુ દી જવાબદારીઓ ઉપાડતું થશે. ઇલેક્ટ્રૉનિક કુ ટીરની નવી જીવનશૈલી બાળઉછેરમાંયે ધરમૂળથી પરિવર્તન આણશે. બાળકો પોતાના ઘરમાં કામકાજની અનેક પ્રક્રિયાઓ પ્રત્યક્ષ થતી જોશે. બીજા મોજા દરમિયાન બાળકો નિશાળમાં ગોંધાઈને વાસ્તવિક કાર્યજીવનથી સાવ અળગાં થઈ 89


ગયેલાં. આજ ે મોટા ભાગનાં બાળકોને પોતાનાં માબાપ એમના વ્યાવસાયિક જીવનમાં શું કરે છે અને કેવી રીતે વર્તે છે, તેનો કેવળ થોડો ધૂંધળો ખ્યાલ જ હોય છે. દા.ત., એક મોટી કંપનીના કર્તાહર્તા એક દિવસ પોતાના છોકરાને ઑફિસે લઈ ગયા. છોકરો ઑફિસનો બધો દોરદમામ જોતો જ રહ્યો. મખમલી ગાલીચા, રોનકદાર ફર્નિચર, સાહે બશાહી ઠાઠમાઠ, પછી બહુ મોટી રે સ્ટોરાંમાં ખાવા લઈ ગયા. ત્યાં પણ રજવાડી વાતાવરણ, જી-હજૂ રિયા વેઇટરો, હદ બહારની મોંઘી વાનગીઓ, પોતાના ઘરના વાતાવરણ સાથે આ બધાંની સરખામણી કરતાં છોકરાથી પૂછ્યા વિના ન રહે વાયું, ‘ડૅડી, તમે કેમ આટલા બધા માલદાર છો અને અમે આટલા ગરીબ?’ હકીકત એ છે કે આજનાં બાળકો — ખાસ કરીને માલદારોનાં બાળકો પોતાનાં માબાપના જીવનના એક મહત્ત્વના પાસાંથી સાવ અજાણ હોય છે. ઇલેક્ટ્રૉનિક કુ ટીરમાં બાળકો કામ થતું પ્રત્યક્ષ જોશે એટલું જ નહીં, અમુક ઉંમર પછી પોતે પણ એ કામમાં ઓછોવત્તો ભાગ લેતાં થશે. બાળકોના ઉછેરનો અને શિક્ષણનો આ એક અગત્યનો ભાગ બની રહે શે. આની સાથોસાથ ટોફલરે આજના યુવાવર્ગના અળગાપણા અને પરાયાપણાનીયે ચર્ચા કરી છે. બહુ મોટી ઉંમર સુધી આજ ે યુવાવર્ગે સમાજમાં સાવ બિનઉત્પાદક ભૂમિકામાં રહે વું પડે છે, તેમાંથી આ જન્મ્યું છે. આનું નિવારણ પણ ઇલેક્ટ્રૉનિક કુ ટીરની નવી જીવનશૈલીમાં જ છે. ટોફલર કહે છે કે આજની યુવા સમસ્યા બીજા મોજાના ઉપાયો દ્વારા કદાપિ ઉકેલી શકાશે નહીં. તેનાથી તો આ સમસ્યા વધુ ને વધુ વિકટ બનતી જશે. કિશોર ગુનાખોરી, હિં સા, ઉચ્છૃંખલતા વગેરે વધતાં જ જશે. યુવા વર્ગને ફરીથી સામાજિક અને આર્થિક દૃષ્ટિએ ઉત્પાદક એવાં કામોમાં

ગૃહકાર્ય પણ એક અત્યંત અગત્યનું અને ઉત્પાદક કામ છે અને તેની પણ ગણના અર્થતંત્રના એક ભાગ રૂપે થવી જોઈએ. ઘરકામ પણ જીવનનો એક અનિવાર્ય ભાગ છે. ઘરકામ કરનાર સ્ત્રી કે પુરુષ પણ અન્ય કામો જેટલું જ મહત્ત્વનું કામ કરે છે એમ માનવું જોઈએ. એક એવો દિવસ આવશે જ્યારે આખું કુટુંબ મળીને એક ઉત્પાદક ટીમરૂપે સાથે કામ કરતું હશે.

સામેલ કરીને જ યુવાસમસ્યાનોે ઉકેલ આણી શકાશે. ઇલેક્ટ્રૉનિક કુ ટીર તેમાં મહત્ત્વનો ફાળો આપી શકાશે. બીજા મોજા દરમિયાન ગૃહકાર્યનાં ગુણગાન ભલે થયાં હશે, પણ એ કામ કરનાર વ્યક્તિનું તે ઔદ્યોગિક સંસ્કૃતિમાં બિલકુ લ ગૌરવ થયું નથી. ટોફલર કહે છે કે ત્રીજા મોજામાં આ વલણ બદલાશે. ગૃહકાર્ય પણ એક અત્યંત અગત્યનું અને ઉત્પાદક કામ છે અને તેની પણ ગણના અર્થતંત્રના એક ભાગ રૂપે થવી જોઈએ. ઘરકામ પણ જીવનનો એક અનિવાર્ય ભાગ છે. ઘરકામ કરનાર સ્ત્રી કે પુરુષ પણ અન્ય કામો જ ેટલું જ મહત્ત્વનું કામ કરે છે એમ માનવું જોઈએ. એક એવો દિવસ આવશે જ્યારે આખું કુ ટુબ ં મળીને એક ઉત્પાદક ટીમરૂપે સાથે કામ કરતું હશે. ત્રીજા મોજાના પ્રભાવ હે ઠળ પાંગરી રહે લ નવી સંસ્કૃતિમાં સામાજિક ક્ષેત્રે જ ે પરિવર્તન આવી રહ્યું છે, તેની આ થોડીક ઝાંખી માત્ર છે. સામાજિક નવસર્જનની આ પ્રક્રિયા છે. આવું એક આશાવાદી ચિત્ર ટોફલરે દોર્યું છે. આ વાંચતાં આપણને ગાંધી–વિનોબાના નઈ તાલીમ, કુ ટીર ઉદ્યોગ, સ્ત્રીશક્તિ, ગ્રામસ્વરાજ વગેરે વિચારોના પ્રતિધ્વનિ સંભળાય છે. o

90

[ માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


કોરોના વાઇરસ પછીનું વિશ્વ આપણે કે વું ઇચ્છીએ છીએ? યુવાલ નોઆ હરારી Sapien અને Homo Deus જ ેવાં સરસ અને સુપરહિટ પુસ્તકોના લેખક હરારીનો આ લેખ ૨૦ માર્ચના રોજ Financial Timesમાં છપાયો હતો. તેનો વાંચવા–વિચારવાના આનંદ ખાતર અને કોરોના વિશેનાં કેટલાંક ચિંતાજનક લખાણો જોયા પછી, વાચકો પ્રત્યેની અનુકંપાથી પ્રેરાઈને — કરે લો અનુવાદ.

માનવજાત હાલમાં વૈશ્વિક ખતરાનો સામનો કરી

રહી છે. આપણી પેઢીએ જોયેલી કદાચ આ સૌથી મોટી આફત હશે. હવે પછીનાં અઠવાડિયાંમાં લોકો અને સરકારો જ ે નિર્ણય લેશે તે આવનારાં વર્ષોમાં દુનિયા કેવી હશે એ નક્કી કરવામાં મહત્ત્વનાં સાબિત થઈ શકે છે. માત્ર આરોગ્ય સુવિધાઓ જ નહીં, અર્થતંત્ર, રાજકારણ અને સાંસ્કૃતિક બાબતોમાં પણ તેની અસર પડશે. આપણે ત્વરિત અને નિર્ણાયક પગલાં ભરવાં પડશે. સાથોસાથ, આપણાં પગલાંની લાંબા ગાળાની અસરોને પણ ધ્યાનમાં લેવી પડશે. વિકલ્પોની પસંદગી કરતી વખતે આપણે વર્તમાન ખતરાના મુકાબલા ઉપરાંત એ પણ વિચારવું જોઈશે કે એક વાર આ મુસીબત પસાર થઈ જાય ત્યાર પછીની આપણી દુનિયા કેવી થશે. હા, વર્તમાન વાવાઝોડુ ં તો પસાર થઈ જશે. માનવજાત ટકી જશે, આપણામાંથી મોટા ભાગના જીવિત રહે શે, પણ ત્યાર પછીની આપણી દુનિયા બદલાઈ જશે. વર્તમાન આપત્તિ માટે લેવાયેલાં ઘણાં પગલાં કાયમી બની જશે. આપત્તિઓની એ જ પ્રકૃ તિ હોય છે. તે ઐતિહાસિક પ્રક્રિયાઓની ઝડપને એકદમ વધારી મૂકે છે. સામાન્ય સંજોગોમાં જ ે નિર્ણય લાંબી વિચારણા પછી લેવાય, તે આવા સંજોગોમાં કલાકોમાં થઈ જાય છે. કાચીપાકી અને ખતરનાક ટેક્નોલૉજી પણ વપરાવા લાગે છે. કેમ કે, કશું નહીં કરવાનું જોખમ ઘણું મોટુ ં હોય છે. વિશાળ સ્તરના સામાજિક પ્રયોગોમાં આખેઆખા દેશો પ્રયોગનું સાધન બની જાય છે. બધા લોકો ઘરે થી કામ કરવા માંડ ે ને એકબીજાથી સલામત અંતર રાખીને જ વાત કરતા થઈ જાય તો

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

શું થાય? અને બધી શાળાઓ–યુનિવર્સિટીઓ ઑનલાઇન થઈ જાય તો? સામાન્ય સ્થિતિમાં સરકારો, ધંધાદારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આવા પ્રયોગ માટે કદી તૈયાર ન થાય. પણ આ સામાન્ય સ્થિતિ નથી. આપત્તિના આ સમયમાં આપણે ખાસ તો બે બાબતોમાં પસંદગી કરવાની છે. પહે લી પસંદગી એકહથ્થુ (સરમુખત્યારશાહી પ્રકારની) દેખરે ખ અને નાગરિક સશક્તિકરણ વચ્ચેની છે, તો બીજી રાષ્ટ્રની અલગતા અને વૈશ્વિક સાથ-સહકાર વચ્ચેની.

શરીરની અંદર સુધીનો ચોકીપહેરો મહામારીને રોકવા માટે આખેઆખા લોકસમુદાયે અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. તે બે રીતે થઈ શકે. પહે લી રીતમાં, સરકાર લોકો પર ચોકીપહે રો રાખે અને નિયમો તોડનારને સજા કરે . માનવજાતના ઇતિહાસમાં પહે લી વાર, ટેક્નોલૉજીના પ્રતાપે માણસ પર ચોવીસ કલાક દેખરે ખ રાખવાનું શક્ય છે. પચાસ વર્ષ પહે લાં, સોવિયેત રશિયાની (ખતરનાક) જાસૂસી સંસ્થા કેજીબી પણ ૨૪ કરોડ રશિયનો પર ૨૪ કલાકનો ચોકીપહે રો રાખી શકે અને ૨૪ કલાક દરમિયાન મળતી માહિતીનું અર્થઘટન કરી શકે, એવી ક્ષમતા ધરાવતી ન હતી. કેજીબી પાસે ત્યારે જાસૂસો અને વિશ્લેષકો હતા, પણ તે કેટલા હોય? દરે ક માણસ પાછળ તો એક જાસૂસ લગાડી શકાય નહીં. પણ હવે સરકારોને માણસ પર આધાર રાખવાની જરૂર નથી. તેમની પાસે સર્વવ્યાપી સેન્સર અને શક્તિશાળી અલ્ગોરિધમ (ખાસ પ્રકારની ક્ષમતા ધરાવતા કૉમ્પ્યૂટર પ્રોગ્રામ) હાજર છે. 91


કોરોના વાઇરસ સામેના જંગમાં ઘણે ઠેકાણે ચોકીપહે રા માટેનાં નવાં સાધનો વપરાયાં છે. તેમાં સૌથી નોંધપાત્ર કિસ્સો ચીનનો છે. લોકોના સ્માર્ટફોન પર કડક જાપ્તો રાખીને, ચહે રાની ઓળખ કરનારા કેમેરા લાખોની સંખ્યામાં વાપરીને, લોકોને તેમના શરીરનું તાપમાન અને બીજી તબીબી વિગતો તપાસવાની અને તેને સરકારમાં જણાવવાની ફરજ પાડીને, ચીન વાઇરસના વાહકોને ઝડપથી ઓળખી શકે છે, એટલું જ નહીં, તે ક્યાં જાય છે અને કોના સંપર્કમાં આવે છે, તે પણ જાણી શકે છે. ઘણાં મોબાઇલ ઍપ લોકોને વાઇરસગ્રસ્તોથી નજીદીકીની ચેતવણી આપે છે. આવી ટેક્નોલૉજી પૂર્વ એશિયા પૂરતી સીમિત નથી. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ, સામાન્ય રીતે ત્રાસવાદીઓ પર દેખરે ખ રાખવા માટે વપરાતી ટેક્નોલૉજી કોરોનાગ્રસ્ત દર્દીઓનું પગેરું રાખવા માટે વાપરવાની સત્તા ઇઝરાયલ સિક્યુરિટી એજન્સીને આપી દીધી. સંસદની સંબંધિત ઉપસમિતિએ આ પગલાં સામે વાંધો ઉઠાવ્યો, ત્યારે નેતાન્યાહુએ તેને ‘આપત્તિકાલીન ફરમાન’ તરીકે જાહે ર કરીને અમલી બનાવી દીધી. તમને થશે કે એમાં નવું શું છે? છેલ્લાં વર્ષોમાં સરકારો અને કંપનીઓ લોકોની હિલચાલનું પગેરું દાબવા, તેમની પર દેખરે ખ રાખવા અને તેમને ભરમાવવા માટે વધુ ને વધુ પ્રમાણમાં આધુનિક ટેક્નોલૉજી વાપરી રહ્યાં છે. છતાં, આપણે સાવધ ન રહીએ તો કોરોનાની મહામારી ચોકીપહે રો રાખવાની કામગીરીના ઇતિહાસમાં મહત્ત્વનો વળાંક બને એમ છે. કેમ કે, અત્યાર સુધી જ ે દેશોએ સામૂહિક જાપ્તા માટેની ટેક્નોલૉજી અપનાવી ન હતી, તે પણ એ રસ્તે જઈ શકે છે. એટલું જ નહીં, દેખરે ખનું ક્ષેત્ર ‘ઓવર ધ સ્કિન’ કહે વાતી બાહ્ય બાબતો ઉપરાંત ‘અન્ડર ધ સ્કિન’ એટલે કે શરીરની આંતરિક માહિતીના સ્તરે વિસ્તરી શકે છે. અત્યાર સુધી તમારી આંગળી સ્માર્ટફોનને અડે 92

દેખરેખ અને જાપ્તાને લગતી એક સમસ્યા એ છે કે આપણી પર કઈ હદનો જાપ્તો રખાય છે અને આગામી સમયમાં તે ક્યાં સુધી પહોંચશે, તે જ આપણે જાણતા નથી. જાપ્તો રાખવાની ટેક્નોલૉજી પ્રચંડ ઝડપે વધી રહી છે. દસ વર્ષ પહેલાં જે વિજ્ઞાનકથા જેવું લાગતું હતું, તે હવે વાસી સમાચાર ગણાય છે.

અને કોઈ લિન્ક પર તે ક્લિક કરે , તો સરકારને એ જાણવું હોય કે તમે કઈ લિન્ક પર ગયા. પણ કોરોના વાઇરસને કારણે સરકારની દેખરે ખનું ક્ષેત્ર બદલાય છે. હવે સરકાર એ જાણવા ઇચ્છે છે કે તમારી આંગળીનું તાપમાન કેટલું છે અને લોહીનું દબાણ— બ્લડ પ્રેશર—કેટલું છે.

ઇમરજન્સી પુડિંગ ઉર્ફે ગુંદરીયા કટોકટી દેખરે ખ અને જાપ્તાને લગતી એક સમસ્યા એ છે કે આપણી પર કઈ હદનો જાપ્તો રખાય છે અને આગામી સમયમાં તે ક્યાં સુધી પહોંચશે, તે જ આપણે જાણતા નથી. જાપ્તો રાખવાની ટેક્નોલૉજી પ્રચંડ ઝડપે વધી રહી છે. દસ વર્ષ પહે લાં જ ે વિજ્ઞાનકથા જ ેવું લાગતું હતું, તે હવે વાસી સમાચાર ગણાય છે. એક કાલ્પનિક પ્રયોગ વિચારી જોઈએ. ધારો કે સરકાર બધા નાગરિકોને હાથે એક બાયોમેટ્રિક પટ્ટી પહે રવાનું કહે છે. તેનો આશય પહે રનારના શરીરનું તાપમાન અને તેના હૃદયના ધબકાર માપવાનો છે. આ પટ્ટી થકી મળતો ડેટા સરકાર એકત્ર કરે છે અને અલ્ગોરિધમ (ચોક્કસ પ્રકારનું પ્રોગ્રામિંગ ધરાવતાં કૉમ્પ્યૂટર) વડે તેનું અર્થઘટન થતું રહે છે. આવી સ્થિતિમાં, માણસ બીમાર છે તેની જાણ તેને પોતાને થાય તે પહે લાં કદાચ સરકારી અલ્ગોરિધમને થઈ જશે. તેને એ પણ ખબર પડી જશે કે તમે ક્યાં છો અને કોને કોને મળ્યા. તેના લીધે ચેપનો સિલસિલો [ માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ટૂ કં ાવી શકાશે કે સદંતર રોકી શકાશે. આવી વ્યવસ્થા મોજૂ દ હોય તો મહામારીને થોડા દિવસમાં જ અટકાવી શકાય. આ તો કેટલું સારું કહે વાય, નહીં? તેની બીજી બાજુ એ છે કે તેનાથી નવા પ્રકારની ખતરનાક જાપ્તા પદ્ધતિને માન્યતા મળી જશે. ધારો કે તમને ખબર પડે કે મેં એનડીટીવીની નહીં, રીપબ્લિક ટીવીની લિન્ક પર ક્લિક કર્યું છે, તો તમને મારા રાજકીય વિચારો ને કદાચ મારા વ્યક્તિત્વ વિશે થોડો અંદાજ આવી શકે. પણ હં ુ કોઈ વીડિયો જોતો હોઉં એ વખતે તમે મારા શરીરનું તાપમાન, હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર જાણી શકો તો તમને એ પણ ખબર પડે કે શાનાથી મને હસવું આવે છે, શાનાથી રડવું આવે છે અને ક્યારે જોરદાર ગુસ્સો આવે છે. ગુસ્સો, આનંદ, કંટાળો અને પ્રેમ તાવ અને ખાંસીની માફક જ જ ૈવિક બાબતો છે, એ યાદ રાખવા જ ેવું છે. જ ે ટેક્નોલૉજી ખાંસી ઓળખી શકે તે હાસ્ય પણ પારખી શકે. સરકારો અને કંપનીઓ મોટા પાયે લોકોની આવી વિગતો સંઘરવાનું ચાલુ કરે , તો આપણી જાતને આપણા કરતાં એ લોકો વધારે ઓળખતા થઈ જાય. તે આપણી લાગણીઓ કલ્પી શકે, એટલું જ નહીં, તેની સાથે છેડછાડ કરીને આપણને કોઈ વસ્તુથી માંડીને કોઈ નેતા સુધીનું કંઈ પણ વેચી શકે. આ પ્રકારની દેખરે ખ—બાયોમેટ્રિક મોનિટરિં ગ—ની સરખામણીમાં કેમ્બ્રિજ એનાલિટીકાનું ડેટાકૌભાંડ તો પથ્થરયુગનું હોય એવું લાગે. ધારો કે ઉત્તર કોરિયામાં વર્ષ ૨૦૩૦માં બધા નાગરિકોએ ચોવીસે કલાક કાંડ ે આવા પટ્ટા પહે રવાના છે. પછી તે કિમ જોંગ ઉનનું ભાષણ સાંભળી રહ્યા છે અને તેમાંથી કોઈના કાંડ ે પહે રેલો પટ્ટો એવું સૂચવે છે કે તેમને ભાષણ સાંભળીને ગુસ્સો આવી રહ્યો છે. તો પછી એ જણનું શું થાય તે વિચારી લેવાનું. બાયોમેટ્રિક દેખરે ખ કામચલાઉ અને આપત્તિના સમય પૂરતી જ છે, એવું કહી શકાય. એક વાર આપત્તિ જતી રહે શે, પછી એવી દેખરે ખ પણ નહીં રહે . પરં તુ કામચલાઉ પગલાંની માઠી બાબત એ છે

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

કે આપત્તિ જાય ત્યાર પછી પણ તે રહી પડે છે. કારણ કે, કોઈક ખૂણેથી નવી આપત્તિ ડોકાતી જ હોય છે. મારા વતન ઇઝરાયલમાં ૧૯૪૮માં સ્વતંત્રતાની લડાઈ ટાણે કટોકટી ઘોષિત કરવામાં આવી હતી. માધ્યમો પર સેન્સરશિપ, જમીનસંપાદન અને પુડિંગ બનાવવા ઉપર પ્રતિબંધ (આ ગમ્મત નથી) જ ેવાં પગલાં કામચલાઉ ધોરણે લેવાયાં. પછી યુદ્ધ તો ક્યારનું જીતાઈ ગયું, પણ ૧૯૪૮ની કટોકટી વખતે લેવાયેલાં ઘણાંખરાં કામચલાઉ પગલાં હજુ પણ અમલમાં છે. (કટોકટી વખતે આવેલો પુડિંગને લગતો વટહુકમ વર્ષ ૨૦૧૧માં રદ થયો, એટલી દયા.) કોરોનાનો ચેપ સાવ અટકી જાય, દર્દીઓની સંખ્યા શૂન્ય પર પહોંચે, ત્યાર પછી પણ નાગરિકોની વિગતો ઝંખતી સરકારો કહી શકે છે કે કોરોનાના બીજા હુમલાની તૈયારીરૂપે તે બાયોમેટ્રિક ચોકીપહે રો ચાલુ રાખવા ઇચ્છે છે. અરે , કોરોના નહીં, તો આફ્રિકામાંથી આવતો ઇબોલા ને ઇબોલા નહીં તો...ટૂ કં માં, તમે મુદ્દો સમજી ગયા. છેલ્લાં થોડાં વર્ષોમાં આપણી પ્રાઇવસી— આપણી અંગતતા—અંગત વિગતો­—માહિતી—ના અધિકાર માટે ભારે યુદ્ધ છેડાયેલું છે. કોરોના વાઇરસથી પેદા થયેલી કટોકટી આ યુદ્ધમાં નિર્ણાયક બની શકે છે. કારણ કે, લોકોને પ્રાઇવસી અને આરોગ્ય બેમાંથી એકની પસંદ કરવાનું કહે વામાં આવે તો લોકો આરોગ્ય જ પસંદ કરશે

સાબુ-ઇન્સ્પેક્ટર? લોકોને પ્રાઇવસી અને આરોગ્યમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહે વું, એ જ અસલમાં સમસ્યાનું મૂળ છે. કારણ કે આ વિકલ્પો જ ખોટા છે. આપણે પ્રાઇવસી અને આરોગ્ય બંને સાથે મેળવી જ શકીએ અને આપણે તે બંને સાથે મેળવવાં જોઈએ. આપણે એકહથ્થુ જાપ્તો રાખતી પદ્ધતિને શરણે થયા વિના, નાગરિકોના સશક્તિકરણથી આપણી તબિયત સાચવી શકીએ અને કોરોનાનો ફે લાવો પણ અટકાવી શકીએ. છેલ્લાં થોડાં અઠવાડિયાંમાં કોરોનાને કાબૂમાં 93


રાખવાના સૌથી સફળ પ્રયત્નો દક્ષિણ કોરિયા, તાઇવાન અને સિંગાપોરમાં જોવા મળ્યા. આ દેશોએ લોકો પર દેખરે ખ રાખતી ટેક્નોલૉજીનો થોડો ઉપયોગ ચોક્કસ કર્યો, પણ તેમનો મોટો આધાર ટેસ્ટ કરવા પર, સાચી માહિતી આપવા પર અને માહિતીથી સજ્જ લોકોના ઉત્સાહી સહકાર પર રહ્યો. લાભદાયી સૂચનાઓનું પાલન કરાવવા માટે કેન્દ્રીય જાપ્તો અને આકરી સજાઓ એકમાત્ર રસ્તો નથી. લોકોને વૈજ્ઞાનિક માહિતી જણાવવામાં આવે અને લોકો સત્તાધીશો પર આ બાબતે વિશ્વાસ મૂકી શકતા હોય, તો સર્વશક્તિમાન સરકારની દેખરે ખ વિના પણ લોકો કરવા યોગ્ય હશે તે કરશે. જાતે તૈયાર થયેલા અને યોગ્ય માહિતી ધરાવતા લોકો પોલીસના દંડ ે હં કારાતા અબુધ લોકો કરતાં વધારે શક્તિશાળી અને અસરકારક હોય છે. સાબુથી હાથ ધોવાની જ વાત કરીએ. માનવજાતના આરોગ્યના મામલે આ બહુ મોટી પ્રગતિ હતી. આ સીધાસાદા પગલાથી દર વર્ષે લાખોના જીવ બચે છે. અત્યારે એ ભલે સામાન્ય લાગે, પણ પણ વિજ્ઞાનીઓને છેક ૧૯મી સદીમાં સાબુથી હાથ ધોવાના મહત્ત્વની જાણ થઈ. તે પહે લાં ડૉક્ટર અને નર્સ પણ એક ઓપરે શન કર્યા પછી હાથ ધોયા વિના જ બીજુ ં ઓપરે શન કરતાં હતાં. આજ ે અબજો લોકો રોજ હાથ ધુએ છે, તે શું કોઈ સાબુ-ઇન્સ્પેક્ટરથી ડરીને? ના, તેમને પોતાને એ મહત્ત્વ સમજાયું છે એટલે. હં ુ સાબુથી હાથ ધોઉં છુ .ં કારણ કે મેં વાઇરસ અને બૅક્ટેરિયા વિશે સાંભળ્યું છે. મને ખબર છે કે એ ટચૂકડાં જીવ રોગ ફે લાવી શકે છે અને મને ખબર છે કે સાબુથી તેમને દૂર રાખી શકાય છે. પણ આ સ્તરની સામેલગીરી અને સહકાર મેળવવા માટે ભરોસો જોઈએ. લોકોએ વિજ્ઞાન પર, જાહે ર સંસ્થાઓના હોદ્દેદારો પર અને પ્રસાર માધ્યમો પર વિશ્વાસ મૂકવો પડે. છેલ્લાં થોડાં વર્ષોમાં બેજવાબદાર રાજનેતાઓએ ઇરાદાપૂર્વક વિજ્ઞાન પરના, જાહે ર સંસ્થાઓના હોદ્દેદારો પરના અને પ્રસાર માધ્યમો પરના લોકોના વિશ્વાસમાં ગાબડુ ં પાડ્યું છે. 94

કોરોના વાઇરસ નાગરિકતા માટે મહત્ત્વની કસોટી છે. આગામી સમયમાં આપણે સ્વાર્થી રાજનેતાઓ અને પાયા વગરનાં પડીકાંને બદલે વૈજ્ઞાનિક માહિતી અને આરોગ્યક્ષેત્રના નિષ્ણાતો પર ભરોસો મૂકવો જોઈએ. આપણે યોગ્ય પસંદગી નહીં કરીએ તો મહામૂલી આઝાદીને એમ સમજીને જતી કરી બેસીશું કે આરોગ્ય સાચવવાનો એ એક જ રસ્તો છે.

હવે આ જ બેજવાબદાર રાજનેતાઓ આપખુદશાહીના રસ્તો લેવા લલચાશે. તેમની દલીલ હશે કે લોકો બધું બરાબર જ કરશે એવો ભરોસો રખાય નહીં. સામાન્ય સંજોગોમાં, વર્ષોથી ઊડી ગયેલો વિશ્વાસ રાતોરાત પાછો આણી શકાય નહીં. પણ આ સામાન્ય સંજોગો નથી. આપત્તિના સમયમાં મન ઝડપથી બદલાઈ શકે છે. તમારાં ભાઈભાંડુ સાથે વર્ષોથી તકરાર ચાલતી હોય, પણ આફતના સમયમાં તમને અચાનક સૌહાર્દ અને ભરોસાનો છૂપો ખજાનો મળી આવે અને તમે એકમેકની સાથે થઈ જાવ. માટે, જાપ્તો રાખવાની વ્યવસ્થાઓ ઊભી કરવાને બદલે લોકોનો વિજ્ઞાનમાં, જાહે ર સંસ્થાઓના હોદ્દેદારોમાં અને પ્રસાર માધ્યમોમાં ભરોસો બે​ેસે, એ માટેના પ્રયાસ કરવા. તેમાં હજુ મોડુ ં થયું નથી. નવી ટેક્નોલૉજીનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ, પણ નાગરિકોના સશક્તિકરણ માટે. મારા શરીરના તાપમાન અને બ્લડપ્રેશર પર દેખરે ખની હં ુ તરફે ણ કરું છુ ,ં પણ એ ડેટાનો ઉપયોગ સરકારને સર્વસત્તાધીશ બનાવવામાં ન થવો જોઈએ. ઊલટુ,ં એ ડેટાથી મારા માટે વ્યક્તિગત પસંદગીના વિકલ્પ વધવા જોઈએ અને સરકારને તેના નિર્ણયો માટે જવાબદાર ઠેરવી શકવાની નાગરિકોની ક્ષમતા વધવી જોઈએ. હં ુ ચોવીસે કલાક મારી શારીરિક સ્થિતિ પર નજર રાખી શકતો હોઉં, તો હં ુ ક્યારે બીજાના આરોગ્ય માટે જોખમરૂપ બનું છુ ં એ તો હં ુ જાણી જ [ માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


શકું, સાથોસાથ કઈ ટેવો મારા આરોગ્ય માટે ઉપકારક છે એની પણ મને ખબર પડે. કોરોના વાઇરસના પ્રસાર વિશેની પ્રમાણભૂત માહિતી મને જાણવા મળે અને હં ુ તેનું વિશ્લેષણ કરી શકું તો મને એ પણ ખબર પડે કે સરકાર સાચું બોલે છે કે નહીં અને તે મહામારી સામે યોગ્ય નીતિ અપનાવી રહી છે કે નહીં. લોકો જ્યારે પણ દેખરે ખની વાત કરે ત્યારે યાદ રાખો કે દેખરે ખની ટેક્નોલૉજી ફક્ત સરકાર લોકો પર નજર રાખવા નહીં, લોકો પણ સરકાર પર નજર રાખવા માટે વાપરી શકે. આમ, કોરોના વાઇરસ નાગરિકતા માટે મહત્ત્વની કસોટી છે. આગામી સમયમાં આપણે સ્વાર્થી રાજનેતાઓ અને પાયા વગરનાં પડીકાંને બદલે વૈજ્ઞાનિક માહિતી અને આરોગ્યક્ષેત્રના નિષ્ણાતો પર ભરોસો મૂકવો જોઈએ. આપણે યોગ્ય પસંદગી નહીં કરીએ તો મહામૂલી આઝાદીને એમ સમજીને જતી કરી બેસીશું કે આરોગ્ય સાચવવાનો એ એક જ રસ્તો છે.

વૈશ્વિક આયોજનની જરૂર બીજી મહત્ત્વની પસંદગી રાષ્ટ્રીય અલગતા અને વૈશ્વિક સહભાગીતા વચ્ચેની છે. મહામારી પોતે અને તેના કારણે પેદા થનારી આર્થિક મુશ્કેલી વૈશ્વિક સમસ્યાઓ છે. તેમને વૈશ્વિક સહકારથી જ અસરકારક રીતે ઉકેલી શકાય. સૌથી પહે લાં તો, વાઇરસને હરાવવા માટે વૈશ્વિક સ્તરે માહિતીનું આદાનપ્રદાન જરૂરી છે. ચીનમાં ફે લાયેલા કોરોના વાઇરસ અને અમેરિકામાં ફે લાયેલા કોરોના વાઇરસ માણસને કેવી રીતે ચેપ લગાડવો એ વિશે વાત કરી શકવાના નથી. પણ કોરોના વાઇરસ સાથે કેવી રીતે કામ પાડવું તે વિશે ચીન અમેરિકાને ઘણું શીખવી શકે. ઇટાલીનો ડૉક્ટર સવારમાં કોઈ શોધ કરે , તેની મદદથી એ સાંજ ે તાઇવાનમાં કોઈનો જીવ બચી જાય એવું બને. બ્રિટનની સરકાર અનેક નિર્ણયો વચ્ચે અટવાતી હોય તો તે મહિનાઓ પહે લાં એ પ્રકારની મૂંઝવણ અનુભવી

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

ચૂકેલી કોરિયાની સરકારની સલાહ લઈ શકે. પણ તેના માટે વૈશ્વિક સહકાર અને વિશ્વાસનું વાતાવરણ જોઈએ. દેશો એકબીજા સાથે માહિતીના આદાનપ્રદાન માટે તથા નમ્રતાથી સલાહ લેવા માટે તૈયાર હોવા જોઈએ અને આ રીતે જ ે માહિતી તથા સૂઝ મળે તેની પર ભરોસો કરી શકવા જોઈએ. તબીબી સામગ્રી બનાવવામાં પણ વૈશ્વિક પ્રયાસોની જરૂર છે—ખાસ કરીને ટેસ્ટ કરવા માટેની કિટ અને શ્વાસ માટેનાં સાધનો. બધા દેશો બધું જાતે બનાવીને બધું દેશમાં જ ભરી રાખે તેને બદલે, વૈશ્વિક સંકલનથી ઉત્પાદન ઝડપી બનાવી શકાય અને જીવનરક્ષક ઉપકરણોનું વિતરણ વધારે ન્યાયી રીતે કરી શકાય. જ ેમ દેશો યુદ્ધના સમયે મહત્ત્વના ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરે છે, તેમ કોરોના વાઇરસ સામે માનવજાતના યુદ્ધમાં મહત્ત્વની ચીજોના ઉત્પાદનનું ‘માનવીયકરણ’ થવું જોઈએ. કોઈ સમૃદ્ધ દેશમાં ઓછા દર્દીઓ હોય તો તે પોતાની સાધનસામગ્રી વધારે કેસ ધરાવતા ગરીબ દેશમાં મોકલે અને તેને એવી ખાતરી હોય કે ભવિષ્યમાં તેને જરૂર પડશે તો બીજા દેશો મદદે આવીને ઊભા રહે શે. એવું જ તબીબી ક્ષેત્રે કામ કરનારા લોકોની બાબતમાં પણ વિચારી શકાય. ઓછી અસર ધરાવતા દેશો તેમનો મેડિકલ સ્ટાફ સૌથી ખરાબ અસર ધરાવતાં ઠેકાણે મોકલી આપે. તેનાથી યજમાન દેશને મદદ મળે અને સ્ટાફને બહુમૂલ્ય અનુભવ. આગળ જતાં રોગનું ઠેકાણું બદલાય, તો સ્ટાફનો પ્રવાહ પણ એ દિશામાં ફં ટાય. આર્થિક મામલે પણ વૈશ્વિક સહયોગની જરૂર છે. અર્થતંત્ર અને પુરવઠાના તંત્રનો વૈશ્વિક વ્યાપ ધ્યાનમાં રાખતાં, જો બધી સરકારો બીજાની પરવા કર્યા વિના પોતાનું જ દીધે રાખે, તો અરાજકતા ફે લાય અને કટોકટી વધુ ગંભીર બને. અત્યારે વૈશ્વિક એક્શન પ્લાનની જરૂર છે અને એ પણ પહે લી તકે. બીજી એક જરૂર આવનજાવન માટેની વૈશ્વિક સમજૂ તી માટેની છે. બધી આંતરરાષ્ટ્રીય અવરજવર 95


મહિનાઓ સુધી બંધ રાખવામાં મુસીબતોનો પાર નહીં રહે અને કોરોના વાઇરસ સામેની લડાઈમાં તે નડતરરૂપ બનશે. આથી, જરૂરી લોકોની અવરજવર સરહદપાર પણ ચાલુ રહે તે માટેની સમજૂ તી જરૂરી છે. એવા લોકોમાં વિજ્ઞાનીઓ, તબીબો, પત્રકારો, રાજનેતાઓ અને ધંધાદારીઓનો સમાવેશ થઈ શકે. તે માટે એવો વૈશ્વિક કરાર કરી શકાય કે દરે ક દેશ પોતાના માણસોને બહાર મોકલતાં પહે લાં તેનું પાકા પાયે ટેસ્ટિંગ કરશે અને પછી જ તેને વિમાનમાં બેસવા દેશે. આવા મુસાફરોને આવકારવામાં બીજા દેશોને પણ વાંધો ન હોય. કમનસીબે, અત્યારે કોઈ દેશ આવું કશું કરતો નથી. આંતરરાષ્ટ્રીય સમુદાય સામૂહિક ધોરણે લકવાગ્રસ્ત જણાય છે. આ બધાની વચ્ચે કોઈ પુખ્ત વિચારણાવાળો માણસ જ જાણે નથી. વિશ્વના ટોચના નેતાઓ વચ્ચે અઠવાડિયાઓ પહે લાં આવી બેઠક થઈ જવી જોઈતી હતી. જી-૭ દેશોના નેતાઓ આ અઠવાડિયે માંડ વીડિયો કોન્ફરન્સ થકી ભેગા થયા, પણ તેમની બેઠકમાંથી કોઈ પ્લાન નીપજ્યો નથી. અગાઉની વૈશ્વિક કટોકટીમાં—જ ેમ કે, ૨૦૦૮ની વૈશ્વિક મંદીમાં કે ૨૦૧૪ની ઇબોલા મહામારી વખતે —અમેરિકાએ વિશ્વનેતાની ભૂમિકા લીધી હતી. પણ વર્તમાન અમેરિકન તંત્રે એ પદ તજી દીધું છે. તેણે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તેને માનવજાતના ભવિષ્ય કરતાં (ટ્રમ્પના સુત્ર ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ સંદર્ભે) અમેરિકાની મહાનતામાં વધારે રસ છે. આ તંત્રે તેના સૌથી નિકટના સાથીદારોથી પણ છેડો ફાડી નાખ્યો છે. અમેરિકાએ યુરોપીઅન યુનિયનમાંથી આવનારા પર પ્રતિબંધ મૂકી દીધો, ત્યારે યુરોપીઅન યુનિયનને વિશ્વાસમાં લેવાનું તો દૂર રહ્યું, એ બાબતે આગોતરી નોટિસ આપવાની તસ્દી પણ તેમણે લીધી ન હતી. એક જર્મન ફાર્માસ્યુટિકલ કંપનીને વાઇરસની રસીના એકાધિકાર પેટ ે એક અબજ ડોલરની ઑફર કરીને અમેરિકાએ જર્મનીને

માનવજાતે પસંદગી કરવાની વેળા છે. આપણે કુસંપનો રસ્તો લઈશું કે વૈશ્વિક સાથસહકારનો? આપણે કુસંપના માર્ગે ચાલીશું તો તેનાથી વર્તમાન આપત્તિ લંબાશે, એટલું જ નહીં, ભવિષ્યમાં તેનાથી મોટી આપત્તિની સંભાવના ઊભી થશે.

પણ દુઃખી કર્યું છે. તેમ છતાં, વર્તમાન તંત્ર પાટો બદલે અને ફરી વિશ્વનેતાની ભૂમિકામાં આવે તો પણ, જ ે કદી જવાબદારી ન લે, ભૂલો સ્વીકારે નહીં અને દોષ બીજા પર ઢોળીને હં મેશાં જશ લેવા માટે તલપાપડ હોય એવા નેતાની પાછળ કોણ ઊભું રહે ? અમેરિકાએ છોડેલો શૂન્યાવકાશ બીજા દેશો નહીં ભરે તો વર્તમાન મહામારી અટકાવવાનું તો અઘરું પડશે જ, પણ ત્યાર પછીના સમયમાં આંતરરાષ્ટ્રીય સંબંધો પર તેની માઠી અસર પડશે. અલબત્ત, દરે ક આપત્તિમાં તક છુ પાયેલી હોય છે. વૈશ્વિક કુ સંપથી પેદા થનારા ખતરાનો અહે સાસ માનવજાતને વર્તમાન આપત્તિ નિમિત્તે થાય, એવી આપણે આશા રાખીએ. માનવજાતે પસંદગી કરવાની વેળા છે. આપણે કુ સંપનો રસ્તો લઈશું કે વૈશ્વિક સાથસહકારનો? આપણે કુ સંપના માર્ગે ચાલીશું તો તેનાથી વર્તમાન આપત્તિ લંબાશે, એટલું જ નહીં, ભવિષ્યમાં તેનાથી મોટી આપત્તિની સંભાવના ઊભી થશે. આપણે વૈશ્વિક સ્તરે સાથસહકાર અપનાવીશું તો તે ફક્ત કોરોના વાઇરસ સામેની જ નહીં, એકવીસમી સદીમાં માનવજાત સામે આવનારી બધી મહામારીઓ અને કટોકટી સામેની જીત હશે. [અનુ.  : ઉર્વીશ કોઠારી] [http:urvishkothari-gujarati.blogspot.com] o

96

[ માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ભય અને આધુનિક જીવન-૨ ઈ. વી. પુલ્લિયાઝ ‘ભય અને આધુનિક જીવન’ મથાળાથી ‘હરિજનબંધુ’માં ત્રણ હપ્તામાં પ્રકાશિત થયેલાં લેખો વર્તમાન સ્થિતિનું ચિત્રણ કરે છે. હપતાવાર શ્રેણીની માંડણીની નોંધ આરં ભના લેખમાં આ મુજબ છે : “આ લખાણ ૧૯૫૪ના ડિસેમ્બરના न्यू आउटलूकમાંથી અહીં ઉતારવામાં આવ્યું છે, એના લેખક ઈ. વી. પુલ્લિયાઝ પેપર્ડાઈન કૉલેજ [કેલિફોર્નિયા, અમેરિકા]માં માનસશાસ્ત્રના ડીન તથા પ્રોફે સર છે. પહે લા હપતામાં ભયનું સ્વરૂપ, તેનો ઊગમ તથા ખાસ કરીને માનવીના વર્તન પર તેની અસર સાદી અને લોકસુલભ ભાષામાં વર્ણવામાં આવ્યાં છે. એ પછીથી તેઓ જણાવે છે કે આપણું વિજ્ઞાન તથા આપણો શસ્ત્રસરં જામ આટલો બધો વધ્યો હોવા છતાં આધુનિક સમયમાં ભય વધવા પામ્યો છે. તેઓ એનાં કારણો તપાસે છે અને પછી આપણા જમાનાના કેટલાક મુખ્ય ભયો વર્ણવે છે” ‘હરિજનબંધુ’ની જ ેમ અહીં ક્રમશઃ પ્રકાશિત આધુનિક જીવન ભયના ભીંસમાં કેવી રીતે આવ્યું છે, તેનો ખ્યાલ મૂકી આપતો આ શ્રેણીનો બીજો લેખ.

ભયની વૃદ્ધિ

ભયનું સ્વરૂપ, તેનો ઊગમ અને ખાસ કરીને મનુષ્યના

આચરણ પર થતી તેની અસર લક્ષમાં લેતાં, આધુનિક સમયમાં ભય સારી પેઠ ે વધવા પામ્યો છે એ હકીકત વ્યક્તિ તથા સમાજની સુખાકારી માટે અતિશય મહત્ત્વની છે. ભય વધવા પામ્યો છે એટલું જ નહીં પણ વર્તમાન ભયો વધારે વ્યાપક અને સર્વસ્પર્શી બન્યા છે. એક વખતે માણસ મહાભૂતોથી ડરતો હતો અથવા ભૂવા કે પુરોહિતોનો પ્રેર્યો રાક્ષસોથી ડરતો હતો. એ રાક્ષસો તેને જ્યાં ને ત્યાં નજરે પડતા હતા. પણ આજકાલ ભય ચેપી, લગભગના પ્લેગના રોગ જ ેવો બની ગયો છે. માણસ જ ે વાતાવરણમાં જીવે છે ખુદ તે વાતાવરણ જ ભયજનક બની ગયું છે. એ સર્વવ્યાપી અને ઘણી વાર અસ્પષ્ટ ભય આધુનિક સમયમાં શાથી વધવા પામ્યો છે? જ ેને કેવી રીતે અંકુશમાં રાખવી એની માણસને જાણ નથી એવી માનસિક શક્તિનો વિકાસ ભયની વૃદ્ધિ મુખ્ય કારણ છે. ખાસ કરીને હં ુ , બળવાન રાષ્ટ્રીય રાજ્યો તરફથી અઢળક નાણાં ખરચીને સાચી વસ્તુને વિશે ગૂંચવાડો પેદા કરવાને તથા તેને વિકૃ ત કરવાને ઇરાદાપૂર્વક કરવામાં આવતા પ્રચારની વાત કરું છુ .ં આ ગોઝારી કળાનો પહે લોવહે લો મોટા પાયા પર

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

અને ધંધાદારી ઉપયોગ પહે લા વિશ્વયુદ્ધ વખતે કરવામાં આવ્યો હતો. પછીથી પ્રતિભાશાળી માનસશાસ્ત્રીઓની મદદથી નાઝીઓ એ પ્રક્રિયાને કાર્યદક્ષતાની ઉચ્ચકોટિ સુધી લઈ ગયા અને અતિશય

ઈ. વી. પુલ્લિયાઝ

97


બુદ્ધિશાળી તથા શિક્ષિત પ્રજાને દીવાની બનાવી દીધી. માનવના મતને આ રીતે દોરવવાનો પ્રયાસ કરનારા એકલા નાઝીઓ જ નહોતા. લગભગ બધાં જ આધુનિક રાષ્ટ્રો પ્રચાર માટેનું મહત્ત્વનું ખાતું ધરાવે છે અને તેને માટે અંદાજપત્રમાં નાણાંની ઠીક ઠીક જોગવાઈ રાખવામાં આવે છે. કેટલીક વાર એને ‘માહિતી’ ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. સરકાર કર ભરનારાઓનાં નાણાં ખુદ એ કર ભરનારાઓની જ નિર્ણયશક્તિનો પાયો વિકૃ ત કરવામાં વાપરે એના કરતાં વધારે ગંભીર પ્રકારની વિચિત્રતા આધુનિક જીવનમાં ભાગ્યે જ બીજી કોઈ હશે. આવો ગુનો એકમાત્ર સરકાર જ કરે છે અથવા એ બાબતમાં તે મુખ્ય ગુનેગાર છે એવું નથી. સંપર્ક માટેનાં સઘળાં સામુદાયિક સાધનો પ્રચારના ઉપયોગ માટે ખુલ્લાં હોય છે. અસંખ્ય સ્થાપિત હિતો તરફથી, કિંકર્તવ્યમૂઢ બનેલા આધુનિક માણસના મન પર પોતાની અસર પાડવાના નિરં તર પ્રયાસો થયા જ કરે છે. જ ેમના પોતપોતાના અંગત સ્વાર્થ હોય છે એવા ‘નિષ્ણાતો’ તેના મન પર અહોરાત્ર બૉંબમારો ચલાવ્યા જ કરે છે. વિવેચકો, રાજદ્વારી પુરુષો, વેપારીઓ, પોતે જ બની બેઠલ ે ા ફિલસૂફો, ચળવળિયાઓ એમ આ યાદી ક્યાંય સુધી લંબાવી શકાય. છેતરવાને તૈયાર હોય એવા સ્વાર્થી, લુચ્ચા અને મૂઢ માણસો અવશ્ય હોય છે. સંપર્કનાં સામુદાયિક સાધનોમાં આધુનિક કાળમાં થયેલી પ્રગતિને કારણે માણસનાં ચિત્ત ઘણાં મોટા પાયા પર એ અસર નીચે આવે છે. પહે લાંના વખતમાં માત્ર ગામના રખડેલોને ઉશ્કેરી શકનાર માણસના હાથમાં જો પૂરતાં નાણાં હોય તો, આજ ે તે રે ડિયો, ટેલિવિઝન તથા છાપાંઓ દ્વારા કરોડો માણસનો શ્રોતાવર્ગ મેળવી શકે. રાજા કે સરમુખત્યાર એકઠા મળેલા બહુ બહુ તો થોડા હજારના જનસમુદાય આગળ પોતાનો બેવકૂ ફીભર્યો અને ઝનૂની બકવાદ કરી શકતો હતો તે આજ ે તેમને જ ખરચે અને હિસાબે કલાકે કલાકે અને વરસો 98

સંપર્ક માટેનાં સઘળાં સામુદાયિક સાધનો પ્રચારના ઉપયોગ માટે ખુલ્લાં હોય છે. અસંખ્ય સ્થાપિત હિતો તરફથી, કિંકર્તવ્યમૂઢ બનેલા આધુનિક માણસના મન પર પોતાની અસર પાડવાના નિરંતર પ્રયાસો થયા જ કરે છે. જેમના પોતપોતાના અંગત સ્વાર્થ હોય છે એવા ‘નિષ્ણાતો’ તેના મન પર અહોરાત્ર બૉંબમારો ચલાવ્યા જ કરે છે.

વરસ માણસનાં ઘરઆંગણે જ જૂ ઠાણાં સંભળાવી શકે છે. મનુષ્યના નાજુ ક ચિત્ત પરનો આ દેખીતી રીતે જ અનિયંત્રિત અને ગૂઢ પ્રભાવ સર્વસામાન્ય ભયની ભારે વૃદ્ધિ પાછળની ભૂમિકા છે. એ પ્રક્રિયા માણસની પ્રામાણિકતા પર, સમજવાની તેના મનની સ્વતંત્રતા પર અને એ જ સમજ પરથી નિર્ણય કરવાની શક્તિ પર ઘા કરે છે અને તેને જોખમાવે છે. તેના પરના આવા પ્રભાવ આગળ તે લાચારી અનુભવે છે અને ડરે છે. ૨. ભયના વાતાવરણમાં અનિયંત્રિત ભૌતિક બળોનો, ખાસ કરીને અણુ અને હાઇડ્રોજન બૉંબના સ્વરૂપનાં બળોનો વિકાસ એટલો જ મહત્ત્વનો છે. આ ઉપરાંત રસાયણશાસ્ત્ર, જીવાણુશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાનનો ભીષણ સંહાર કરવામાં ઉપયોગ થઈ શકે છે. આધુનિક માનવી ભીષણ આયુધો યોજવામાં આવ્યાં છે તથા તેમનું ઉત્પાદન કરવામાં આવે છે એ જાણે છે. વધારામાં તે એ પણ જાણે છે કે તેના પોતાના દેશમાં તથા બીજા દેશોમાં એ આયુધોનો ઉપયોગ કરવાનું, સામાન્યપણે જ ેમનું શાણપણ તથા નૈતિક સિદ્ધાંતોની જ ેમની સમજ ઊણાં છે, તેવા માણસોના હાથમાં હોય છે. આ જબરજસ્ત બળોની આગળ છૂટક છૂટક વ્યક્તિઓ તથા વ્યક્તિઓના સમૂહો લાચારી અને અસહાયતાની લાગણી અનુભવે છે અને જીવ પર [ માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


પણ આવી જાય છે. કોઈ મહત્ત્વાકાંક્ષી સેનાપતિ, સત્તાભૂખથી પાગલ બનેલો રાજદ્વારી પુરુષ કે પછી ભયભીત બનેલો સહૃદયી દેશભક્ત એ પ્રલયકારી શસ્ત્રોને કોઈ પણ ઘડીએ છોડી શકે છે. એ પડછાયાની નીચે આધુનિક માણસ હરે ક પ્રકારના નાના નાના ભયો અનુભવે છે, અને સૌથી બૂરી વસ્તુ તો એ છે કે માનસશાસ્ત્રીઓ જ ેને ચિંતા કહે છે તે સર્વસામાન્ય ભય અનુભવે છે.

અને હિં સાનું ઘણું મોટુ ં પ્રમાણ. સમાજવ્યવસ્થાની આ જટિલતાની અસ્પષ્ટ સમજ એવા સવાલો પેદા કરે છે જ ે જૂ ની પદ્ધતિ દ્વારા ઉકેલવાનું માણસના ગજા બહારનું છે એમ તેને લાગે છે અને એ પરિસ્થિતિ ભય પેદા કરવા માટે ઉપકારક નીવડે છે. ૪. છેલ્લે, આધુનિક માણસને ચિત્રવિચિત્ર લોકો તથા ચિત્રવિચિત્ર વિચારોના શારીરિક રીતે તેમ જ માનસિક રીતે નિકટના સંબંધમાં રહે વાની ફરજ પડે છે. વર્તમાન યુગ પહે લાં અસંખ્ય સદીઓથી મોટા ભાગની માનવ વસ્તી કબીલાઓને ધોરણે સ્થાનિક ભાષા, સ્થાનિક રૂઢિ અને સ્થાનિક પરં પરામાં આરામથી જીવતી હતી. અવરજવરનાં તથા સંપર્કનાં સાધનોની પ્રગતિને કારણે એ પરિસ્થિતિમાં એકાએક ધરમૂળનો ફે રફાર થવા પામ્યો. માણસો બીજી જાતિ, સંસ્કૃતિ અને પરં પરાના માણસો તથા વિચારોના નિરં તર સંસર્ગમાં આવે છે. અનાદિકાળથી તેમને શીખવવામાં આવ્યું હોય છે કે તેમનાં માણસો, તેમની સંસ્કૃતિ, તેમની પરં પરા સત્ય વ્યક્ત કરે છે અથવા ધર્મશાસ્ત્રોની ભાષામાં કહીએ તો ઈશ્વરની ઇચ્છા વ્યક્ત કરે છે. આ પાછળના દિવસોમાં રૂઢિઓ તથા માન્યતાઓની આ સુખદ ગોદમાંથી બહાર નીકળવાની તેમને ફરજ પડી છે. હવે તેમને નવી નવી વસ્તુઓ જોવા તથા સાંભળવાની ફરજ પડે છે. અને માણસ જ ેને માટે તૈયાર હોય તેના કરતાં વધારે નવીનતાનો તેને સામનો કરવો પડે એના કરતાં ભય પેદા કરવાને વધારે ઉપકારક બીજુ ં કશું નથી. વળી તેઓ નિષ્ફળતા, લાચારી અને ભય અનુભવે છે. એટલે તેઓ શંકાશીલતા, ભય તથા પોતાના પાડોશી સામે આક્રમણને પણ ઉત્તેજન આપનાર ચળવળખોરની ઉશ્કેરણીને વશ થવાને લાયક બને છે. [હરિજનબંધુ, ૧૨-૦૩-૧૯૫૫]

૩. ભયની વૃદ્ધિનું ત્રીજુ ં કારણ સમાજવ્યવસ્થાની વધી ગયેલી જટિલતા તથા વસ્તીમાં થયેલો અસાધારણ વધારો છે. જ ે દુનિયા હજી સહકારથી રહે વાને શીખી નથી તેમાં પેદા થયેલી આ જટિલતા અને અટપટુ ં પરસ્પરાવલંબન માણસને ભયભીત અને લાચાર બનાવે છે. દરે ક માણસ જાણે છે અથવા ધારે છે કે તેની નોકરી અને તેથી કુ ટુબ ં ની સારી સ્થિતિમાં હસ્તી, એ સમગ્ર વ્યવસ્થા જ ે રીતે ચાલતી રહે તેના પર આધાર રાખે છે અને એકધારી રીતે તે કાર્ય કરતી રહે તેને માટેની ચાવી જડી આવી છે એવી તેને બિલકુ લ ખાતરી નથી. એટલે કે, ગઈ ત્રીશીની ભયંકર મંદી તેને યાદ આવે છે; તેને કંઈક ઝાંખો ઝાંખો ખ્યાલ આવે છે કે તેની તાજ ેતરની આબાદી અને બીજા વિશ્વયુદ્ધ તથા મંદી પછી ૨૫૦ અબજ ડૉલર કરતાં વધેલા દેવા વચ્ચે કંઈક સંબંધ રહે લો છે. આ બધી વસ્તુઓ ભયભીત થવાના તેના વલણમાં વધારો કરે    છ.ે પણ આર્થિક બાજુ એ તો આધુનિક ઔદ્યોગિક સમાજવ્યવસ્થાની અટપટી રચનાનું માત્ર એક જ અંગ છે. એનાં બીજાં અંગો પણ છે. દાખલા તરીકે, વ્યક્તિના જીવન પર સરકારના પ્રભુત્વનો થયેલો એકધારો વધારો, કુ દરતી સાધનસામગ્રીનો બગાડ o

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

99


ભારતરત્ન મોરારજી દેસાઈની સવાસોમી જન્મજયંતી મણિલાલ એમ. પટેલ

આજની નવી પેઢી માટે તો ૪૩ વર્ષ પહે લાં વડા

પ્રધાન બનેલા મોરારજી દેસાઈ પ્રથમ ગુજરાતી વડા પ્રધાન કોણ હતા યા દેશના કયા નેતાનો જન્મદિન દર ચાર વર્ષે આવે છે એવા બે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો બની ગયા છે. ઇંદિરા ગાંધીએ જ ેમને ભારતીય રાજનીતિના ભીષ્મ પિતામહ ગણાવ્યા હતા તે મોરારજી દેસાઈનો જન્મદિન પણ તેમના ચડાવ-ઉતાર ને તડકી-છાંયડીવાળા જીવન જ ેવો જ છે. ૨૯મી ફે બ્રુઆરીએ આવતો હોવાથી દર ચાર વર્ષે આવે છે અને તેમના જીવનના અનેક રં ગોની પેઠ ે દેશી તહે વાર મુજબ ‘ધુળેટી’ના દિવસે આવે છે. જ ેમનો દેશના નાણામંત્રી તરીકે ૧૦ વખત સંસદના કેન્દ્રીય બજ ેટ રજૂ કરવાનો વિક્રમ કોઈ નાણામંત્રી હજુ સુધી તોડી શક્યા નથી; તે મોરારજી અગાઉ ૨૯મી ફે બ્રુઆરીના રોજ પોતાના જન્મદિને બજ ેટ રજૂ કરતા હતા. સ્વસ્થ ને સ્થિતપ્રજ્ઞ રાજપુરુષ મોરારજીએ સો વર્ષનું નિરામય દીર્ઘાયુ ભોગવ્યું. જન્મ શતાબ્દી ટાણે તેમણે રમૂજમાં કહે લું કે, હજુ તો હં ુ માત્ર પચ્ચીસ વર્ષનો જ થયો છુ .ં જ ેમના જીવનમાં અધ્યાત્મ, રાજનીતિ ને રચનાત્મક સંસ્થાઓનો ત્રિવેણી સંગમ હતો તે મોરારજી ૮૨ વર્ષની વયે વડા પ્રધાન થયા અને એ ઉંમરે સોમનાથના દરિયામાં નાહવા પડેલા ને અકસ્માત સમયે નિસરણી વિના વિમાનમાંથી કૂ દકો માર્યો હતો. આવા મોરારજી જીવતા હોત તો સવાસો વર્ષના હોત. રાત્રે નવ વાગે સૂઈ જનારા, રાંધેલું ન ખાનારા ને સ્વમૂત્રના ઉપાસક હતા. નેહરુ ને શાસ્ત્રીના અવસાન પછી વડા પ્રધાન પદે જ ેમનું નામ ચર્ચાતું, દાવેદાર હતા ને યોગ્ય હતા તે અદ્દલ ને સાચા કૉંગ્રેસી મોરારજીના નસીબમાં ૮૨માં વર્ષે દેશની પ્રથમ બિનકૉંગ્રેસી સરકારનું નેતૃત્વ કરવાનું આવ્યું. એ અર્થમાં બે ગુજરાતી રાષ્ટ્રપુરુષો સરદાર ને મોરારજી ઉપેક્ષિત રહ્યા એમ કહીએ તો જરાયે ખોટુ ં નથી. 100

લાલબહાદુર શાસ્ત્રીજીના અવસાન પછી તેઓ નાયબ વડા પ્રધાન ને નાણામંત્રી બન્યા પણ બૅન્કોના રાષ્ટ્રીયકરણના તેમના સૈદ્ધાંતિક વિરોધને કારણે ઇંદિરાજીએ તેમની પાસેથી નાણાખાતું આંચકી લીધું ત્યારે તેમને સિદ્ધાંત ને સ્વમાનના ભોગે સત્તા પર ચીટકી રહે વાને બદલે નાયબ વડા પ્રધાન પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. મોરારજીએ દિલ્હીને બદલે મુંબઈમાં મરવાનું પસંદ કર્યું. મોરારજી એકમાત્ર એવા ભારતીય રાજનેતા છે કે જ ેમને પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ તથા ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’ પ્રાપ્ત થયાં છે. જોકે પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન પ્રથમ મળ્યું ત્યાર બાદ ભારતનું મળ્યું. પોતાના વડા પ્રધાનપદ દરમિયાન દેશના પદ્મ એવોર્ડ બંધ કરનાર મોરારજીએ ‘ભારતરત્ન’ સન્માન સ્વીકાર્યું ત્યારે સ્પષ્ટતામાં કહે લું કે, હં ુ પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન સ્વીકારું ને

મોરારજી દેસાઈ (૧૮૯૬-૧૯૦૫)

[ માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ભારતનું ન સ્વીકારું તે દેશના અપમાન જ ેવું લાગે માટે સ્વીકારું છુ .ં પાકિસ્તાને સન્માન સ્વીકારવા પૂર્ણ આદર ને સુવિધા સાથે પાકિસ્તાન આવવા નિમંત્રણ મોકલ્યું હતું. ત્યારે તેમણે તેનો અસ્વીકાર કરતાં કહે લું કે, હં ુ ત્યાં નહીં આવું, કારણ કે હં ુ ત્યાં આવું ને પાકિસ્તાનનું મીડિયા મને ભારત સરકારની ટીકાના પ્રશ્નો પૂછ ે ત્યારે પાકિસ્તાનની ભૂમિ પર મારે ભારત સરકારની ટીકા કરવી પડે તે અયોગ્ય છે. આજ ે તો ભારત બહાર ભારતની ચાલુ ને ભૂતકાળની સરકારોની ટીકા કરવાની ભારતીય નેતાઓ માટે એક ફે શન કે પ્રણાલી બની ગઈ છે. તે સમયે ચેનલો નહોતી એટલે આજ ે કોઈને ખબર નથી પણ તેમની વિદેશયાત્રા સમયે અમેરિકી પ્રમુખ જિમી કાર્ટર સહિત અનેક વિશ્વનેતાઓ પ્રોટોકૉલ તોડીને ઍરપોર્ટ પર તેમને આવકારવા જતા હતા. આજના રાજનેતાઓની વિશ્વસનીયતાનું એટલી હદે ધોવાણ થઈ ગયું છે કે, તેમની સામેની ખોટી ટીકાઓ હોય તોય લોકો સાચી માની લે છે પણ તેમને સીઆઈએના એજન્ટ કહે વા બદલ અમેરિકન પત્રકાર સેમોર હે ર્ષ સામે તેમણે અમેરિકી અદાલતમાં બદનક્ષીનો કેસ કર્યો હતો. તે કેસ કેટલાક ટેકનિકલ ને કાનૂની કારણોસર મોરારજી હારી ગયા હતા, છતાં તેમના કોઈ પ્રખર ટીકાકાર ભારતીય વર્તમાનપત્ર, પત્રકાર કે નેતાએ તેમની ઇમાનદારીને દેશભક્તિ સામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો કે લખ્યો નહોતો. તે સમયના તેમના આલોચક ‘ધ કરન્ટ’ના પત્રકાર ડિ. એફ. કરાકા ને ‘બ્લિટ્ઝ’ના પત્રકાર રુસ્સી કરં જિયાએ લખ્યું હતું કે મોરારજી અવ્વલ દરજ્જાના રાષ્ટ્રવાદી અને ઇમાનદાર નેતા છે. મોરારજી બંધ ઓરડામાં ઉપવાસ કરે તોય તેમની સામે કોઈ શંકાની નજરે જોતું નહોતું. ગુજરાતમાં ચૂંટણી ને કટોકટી સામે તેમણે આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા. તે જીવતા હતા ત્યાં સુધી કોઈ દારૂબંધી હટાવવાનું તો દૂર રહ્યું પણ હળવી કરવાની પણ વાત કરી શકતું ન હતું. દાદા ધર્માધિકારીએ કહ્યું હતું કે, રાજકારણમાં સિદ્ધાંત માટે શહીદ થવું સહે લું છે પણ તેને પકડીને

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

મોરારજી બંધ ઓરડામાં ઉપવાસ કરે તોય તેમની સામે કોઈ શંકાની નજરે જોતું નહોતું. ગુજરાતમાં ચૂંટણી ને કટોકટી સામે તેમણે આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા. તે જીવતા હતા ત્યાં સુધી કોઈ દારૂબંધી હટાવવાનું તો દૂર રહ્યું પણ હળવી કરવાની પણ વાત કરી શકતું ન હતું.

જ ેલવાસ ને વનવાસ બંને ભોગવ્યા છે. જયપ્રકાશ નારાયણે કહ્યું હતું કે, મોરારજીના જ ે ગુણોએ મને આકર્ષ્યો છે તે તેમનું પારદર્શક ચારિત્ર, સ્પષ્ટ વિચારધારા, જીવનમાં ઉતારે લી સ્વયંશિસ્ત અને દૃઢ સંકલ્પનો સ્વભાવ. તેઓ રાજકારણમાં હોવા છતાં રાજકીય આકાંક્ષાઓ પૂર્ણ કરવા તડજોડ કરતા નથી. વિરોધીઓ સામે ષડ્યંત્રો રચતા નથી. તેમના આ ગુણોને કારણે જ મિત્રો ને દુશ્મનોમાં પણ તેમનું સ્થાન ઊંચું છે. રાજકીય સમાધાનો કર્યાં હોત તો ૮૨ વર્ષ સુધી વડા પ્રધાન પદ માટે રાહ ન જોવી પડત, પણ સિદ્ધાંતના ભોગે એવાં સગાવાદમાં સમાધાનો કરે તે મોરારજી નહીં. જનતા સરકારમાં મોરારજીના નેતૃત્વમાં તેમના હાથે ઘડાયેલા ને પાછળથી સફળ વડા પ્રધાન પુરવાર થયેલા અટલ બિહારી વાજપેયીએ મોરારજીના ઉપવાસ ટાણે કહ્યું હતું કે, ઉપવાસ ટાણે મને મોરારજી બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહ લાગ્યા છે. તફાવત એટલો જ હતો કે ભીષ્મ અન્યાય સાથે રહ્યા ને મોરારજી ન્યાયની લડાઈમાં આત્મોત્સર્ગ માટે કાર્યરત રહ્યા. વાજપેયીએ તેમના માટે એક સુંદર કવિતા લખી હતી — મૈંને મોરારજીભાઈ કો સત્તા પર દેખા હૈ , સત્યાગ્રહ મેં દેખા હૈ . 101


જકાત જ ેવી યોજનાઓએ ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવ્યું. મોંઘવારી કદી ઘટતી નથી તેમ કહે નારા આજના નેતાઓને ખબર પણ નહીં હોય કે મોરારજીના શાસનમાં મોંઘવારી ઘટી હતી ને રે શનકાર્ડ શોધવા પડે તેવી ને રે શનિંગની દુકાનો બંધ કરવી પડે તેવી સ્થિતિ તેમણે સર્જી હતી. જીવનભર સ્વાતંત્ર્ય સેનાની, સાંસદ ને ધારાસભ્યનું હકદાર હોવા છતાં એક પાઈ પણ પેન્શન તેમણે લીધું નહોતું. વલસાડનું પોતાનું ઘર બાલમંદિરને, પંચમહાલની જમીન હોસ્પિટલને બાકી વધી તે એંસી હજાર જ ેટલી બચતની રોકડ રકમ ગૂજરાત વિદ્યાપીઠને દાનમાં આપી દીધી હતી. ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ તેમની વિદાય પછી સરદાર પટેલે સંભાળી ને સરદારની વિદાય બાદ લાંબા સમય સુધી મોરારજીએ ચીવટપૂર્વક સંભાળી હતી. મોરારજી દેસાઈના નેતૃત્વનો લાભ નવજીવનને પણ લાંબા સમય સુધી મળ્યો હતો. રાષ્ટ્રહિત ને નૈતિક મૂલ્યો માટેની લડતમાં તેઓ કદી લોકપ્રિયતા, પદ કે પ્રતિષ્ઠાનું બલિદાન આપતાં અચકાયા નથી. દેશની લોકશાહી બચાવવા વિકલ્પની જરૂર પડી ત્યારે સાચા બિનસાંપ્રદાયિક ને અસલ કોંગ્રેસી મોરારજી રાષ્ટ્રહિત ને લોકશાહીની પુનઃ સ્થાપના માટે જનસંઘ સાથે પણ બેઠા. એથી જ તો દેશને વાજપેયી જ ેવા સારા વડા પ્રધાન ભવિષ્યમાં મળ્યા પણ મોરારજી કોંગ્રેસ કે ભાજપ કોઈના સ્વીકાર્ય ન રહ્યા. ૧૨૫મા જન્મદિને ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને જૂ ના સેવાદળના ‘આપણું મંડળ’ના કેટલાક સેવકો સિવાય બીજુ ં કોઈ ભાગ્યે જ ૪૩ વર્ષ પહે લાં વડા પ્રધાન બનેલા ને ગાંધી આશ્રમની સોડમાં ‘અભયઘાટ’ ખાતે પોઢેલા મોરારજીને યાદ કરશે! [સંદેશ, ૨૭-૦૨-૨૦૨૦]

કામરાજ કી માયા મેં દેખા હૈ , યમરાજ કી છાયા મેં દેખા હૈ . લોકસભા મેં પ્રથમ ઔર અંતિમ પંક્તિ મેં દેખા હૈ . વિરોધીઓં કે વાગ્બાણોં કો ધૈર્ય સે ઝેલતે હુએ ભી દેખા હૈ . વિરોધીઓં કો ચૂપ કરનેવાલે તીખે ઉત્તર દેતે હુએ ભી દેખા હૈ . સ્વદેશ મેં દેખા હૈ , વિદેશ મેં દેખા હૈ . વિજય ઔર પરાજય મેં ભી દેખા હૈ . મોરારજીભાઈ કહીં ભી હો, કૈસે ભી હો. ઉનકે બારે મેં યૂં કહા જા સકતા હૈ કિ, નજર ઊંચી, કમર સીધી, ચમકતા રૌબ સે ચહે રા બૂરા માનો, ભલા માનો, વહી તેજી વહી નખરા. ૧૯૬૭માં માઉન્ટબેટનને પૂછવામાં આવ્યું કે, તમને પાકિસ્તાન માટે કેવી લાગણી થાય છે ત્યારે પ્રત્યુત્તરમાં તેમણે કહે લું કે, પાકિસ્તાન પાસે ઝીણા ને લિયાકતને બાદ કરતાં સરદાર, નેહરુ ને મોરારજીની તોલે આવે એવા સામર્થ્ય અને વહીવટી સૂઝવાળા કોઈ આગેવાન નહોતા. જ ેનો તે સમયે વિરોધ થયેલો તે મોરારજીએ દાખલ કરે લો ગોલ્ડ કંટ્રોલ આજ ે સોનાના આસમાને પહોંચેલા ભાવો સમયે કેટલો યથાર્થ લાગે છે. આજ ે અબજોના એનપીએથી વિશ્વસનીયતા ગુમાવી બેઠલ ે ી રાષ્ટ્રીયકૃ ત બૅન્કોના રાષ્ટ્રીયકરણનો મોરારજીનો વિરોધ કેટલો સાચો હતો તે હવે સમજાય છે. હજારની નોટ રદ કરી દીધી છતાં ક્યાંય વિરોધ, અવ્યવસ્થા કે ક્રાંતિ કરી દીધાનો દેખાડો કર્યો નહોતો. તેમણે દાખલ કરે લી નાના માણસો માટેની ફરજિયાત બચત, નાની બચત, પોસ્ટલ બચત અને સેલ્ફ એસેસમેન્ટ o

102

[ માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં

ચંદુલાલ ભગુભાઈ દલાલ

આ ગાળા દરમિયાન ગાંધીજીએ મહત્ત્વ ખિલાફતના આંદોલનને આપ્યું છે. ખિલાફતનો ઉદ્દેશ તુર્ક સ્તાનના સુલતાનને અગાઉની જ ેમ દરજ્જો પાછો અપાવવાનો હતો. ઇસ્લામની સર્વોપરીતા સાથે જોડાયેલા આ પ્રશ્નને ગાંધીજી અસંખ્યવાર ઉપાડ્યો હતો; અને આ આંદોલનને લઈને તેમનો ઉદ્દેશ હિં દુ-મુસ્લિમ એકતાનો પણ હતો. ખિલાફતની અગત્યતા દર્શાવી ગાંધીજી नवजीवनમાં લખે છે : “ખિલાફતનો સવાલ જ ેટલો ગંભીર છે તેટલો જ સુંદર છે. ગંભીર છે કેમ કે તેમાં આઠ કરોડ મુસલમાનોની અને તેથી સમસ્ત ભારતવર્ષની શાંતિ છુ પાઈ છે. સુંદર છે કેમ કે તેનો નિકાલ કરવામાં જો મુસલમાનો ડહાપણ વાપરે તો તેઓની શુદ્ધ સત્તા વધે અને હિં દુસ્તાન શુદ્ધ સામ્રાજ્ય ભોગવે. હિં દુ મુસલમાન ઉભયમાં એકતા, જોર, નીતિ અને ઇંગ્રેજો પણ જ ેઓ આપણને હલકા ગણે છે તેઓ હલકા ગણતા અટકે. ભાઈબંધી સરખાની વચ્ચે જ થઈ શકે. ઇંગ્રેજો આપણને સરખા ગણતા નથી.” ખિલાફત સહિત પંજાબના રમખાણોની સ્થિતિ તપાસમાં પણ ગાંધીજી વ્યસ્ત છે. આ તમામ ઘટનાઓને અનુલક્ષીને તેઓ આ મહિનાના મધ્યમાં એપ્રિલ-૧૯૨૦ની ૬ઠ્ઠીથી ૧૩મી એપ્રિલ સુધી સત્યાગ્રહ સપ્તાહની જાહે રાત કરે છે. ૬ઠ્ઠી અને ૧૩મી એપ્રિલની તારીખ આ માટે નિશ્ચિત કરવામાં આવી તેનું કારણ પણ ગાંધીજીએ આપ્યું છે. ‘૬ઠ્ઠી એપ્રિલને દિવસે હિં દુસ્તાનમાં અલૌકિક જાગૃતિ પેદા થઈ.’ ૧૯૧૯માં આ દિવસે દેશભરમાં સાર્વત્રિક હડતાળનો દિવસ હતો. એમ ૧૩મી એપ્રિલે ‘નિરપરાધી મનુષ્યોનું લોહી વહે વાથી પંજાબ આખા હિં દુસ્તાનને સારુ યાત્રાનું ધામ બન્યું.’ આ ઉલ્લેખ ગાંધીજી જલિયાંવાલા બાગની કતલ સંદર્ભે કરે છે. આ ઉપરાંત, यंग इन्डियाમાં આ માસના આરં ભે ‘અમૃતસરની અપીલો’[The Amritsar Appeals]ના નામે લખેલા લેખમાં ગાંધીજી જ ે લખે છે તે અગત્યનું છે : “રાજકીય મુકદ્દમાઓના અભ્યાસને આધારે હં ુ એવા અભિપ્રાય ઉપર આવ્યો છુ ં કે ઊંચામાં ઊંચી અદાલતોના ફેં સલા પણ અટપટા રાજકીય રં ગે રં ગાયા વિના રહે તા નથી. ન્યાયધીશનું મન કેવળ શુદ્ધ ન્યાયની ભાવનાથી જ પ્રેરાયેલું રહે તે માટે ગમે તેટલી તકેદારી રાખવામાં આવી હોય તો પણ છેક છેલ્લી ઘડીએ એ તકેદારી તૂટ ે છે. બધી માનવી સંસ્થાઓ માત્ર સામાન્ય સંજોગોમાં જ સારું કામ આપે છે.” છેવટે આ જ માસના અંતે પંજાબ રમખાણોની તપાસનો કૉંગ્રેસ રિપોર્ટ પ્રસિદ્ધ થયો હતો. આ રિપોર્ટમાં વિગત કેટલી સ્પષ્ટતાથી રજૂ થવી જોઈએ તે જોવા મળે છે. આ ઉપરાંત આ ગાળામાં એસ્થર ફે રિં ગને લખેલાં પત્રોની સંખ્યા સવિશેષ છે.

માર્ચ ૧૯૨૦ ૧ થી ૨ મુંબઈ.

૩ મુંબઈ : કોર્ટના તિરસ્કારના આક્ષેપનો જવાબ આપવા હાઈકોર્ટમાં હાજર – ખિલાફત કમિટીએ બોલાવેલી મુસલમાનોની સભામાં પ્રવચન, પ્રમુખ મિયાં મહં મદ હાજી જાન મહં મદ છોટાણી. ૪ મુંબઈ : કાઠિયાવાડ હિતવર્ધકસભા સ્થાપવા વિશેની સભામાં બોલ્યા, સ્થળ મોરારજી ગોકળદાસ હૉલ, પ્રમુખ ગો. ક. પારે ખ. ૫ મુંબઈ : હિં દી પ્રેસ ઍસોસિયેશનના આશ્રયે

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

મળેલી સભામાં પ્રેસ ઍક્ટ રદ કરવા અંગે ભાષણ, પ્રમુખ નારાયણ ગણેશ ચંદાવરકર.

૬ મુંબઈ.

૭ થી ૮ અમદાવાદ.

૯ [અમદાવાદ].

૧૦ થી ૧૫ અમદાવાદ. ૧૬થી ૧૮ મુંબઈ.

૧૯ મુંબઈ : બીજા ખિલાફત દિન અંગેની સભામાં પ્રવચન, સમય રાતના નવ, સ્થળ 103


મસ્તાનશાહ તળાવ, પ્રમુખ મિયાં મહં મદ હાજી જાન મહં મદ છોટાણી.

૨૩ મીરત : પ્રાંતિક ખિલાફત પરિષદમાં.

૨૦ મુંબઈ : માંદા જયકરને જોવા ગયા. — જાહે ર સભા.

૨૪ દિલ્હી.

૨૫ રસ્તામાં.

૨૧ દિલ્હી : પંજાબ હત્યાકાંડ અંગેની કૉંગ્રેસ તપાસ સમિતિની પેટા સમિતિમાં હાજર.

૨૨ દિલ્હી : હિં દુ-મુસ્લિમ નેતાઓની પરિષદમાં.

૨૬ થી ૩૦ સિંહગઢ.

૩૧ અમદાવાદ : ઈનામી રેં ટિયાની પરીક્ષા વખતે હાજર. મિલમજૂ રોને અમુક સવલતો આપવા મિલમાલિકોને પત્ર લખ્યો.

o

નવજીવનનો અક્ષરદેહ ઑનલાઇન વાંચી શકાય છે https://issuu.com/navajivantrust

104

[માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


આંતરરાષ્ટ્રિય શ્રમિક દિનના અનુસંધાને

મજૂ ર વિશેષાંક

કોવિડ-૧૯ની મહામારીના પગલે સમગ્ર દેશમાં લૉકડાઉનની સ્થિતિ છે. પરિવહન, ઉદ્યોગ, ધંધા-રોજગાર બધું જ થંભી ગયું છે. માત્ર નથી અટકી શ્રમિકોની હાલાકી. ક્યાંક કોઈ વાહન હં કારતા પણ થાકી જવાય એટલે દૂર પરિવાર સાથે પગપાળા નીકળ્યા છે, ક્યાંક કોઈ ભૂખ ભાંગવા લાંબી કતારોમાં ઊભા છે. અખબારોમાં આવતા શ્રમિકોના હિજરતની તસવીર અને સમાચાર હૃદયને હચમચાવી નાંખે છે. ૧ મેના રોજ આંતરરાષ્ટ્રિય શ્રમિક દિન છે, ત્યારે શ્રમિકો-મજૂ રો માટે લડત ચલાવનાર ગાંધીજીની મજૂ ર ચળવળ અને તેમના વિચારો અંગે અત્યારે ફરી જાણવું જરૂરી બની રહે છે. नवजीवन નો અક્ષરદેહનો આગામી અંક —

ગાંધીજી, ગુલઝારીલાલ નંદા, શંકરલાલ બૅંકર, કાકાસાહે બ કાલેલકર, અનસૂયાબહે ન અને અન્ય દ્વારા શ્રમિકો અને તેમના જીવન અંગે લખાયેલાં લેખોનું સંપાદન લઈને આવે છે...

हे राज पुरुष तुम राज करो हम राज सहें पर याद रहें हमको-तुमको वे वचन कि जो अपनी ख़ातिर गोली खाकर मरने वाले ने सदा कहे दो वचन कि उसकी सांस रहे सादा खाओ सादा पहनो अपने बल से हर एक पेड़ को पहचानो उसके फल से कड़वा मत बोओ क्योंकि जहर के बीज जहर उपजाएं गे यदि जहर-बीज ही अधिक फले तो जड़-चेतन मर जाएं गे सब श्रम में रत हो जाएं यही अमृत पथ है सब अपने पांवों बढ़ें यही बढ़िया रथ है • भवानीप्रसाद मिश्र

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૨૦]

105


નવજીવનના વાચકોને... લૉકડાઉન દરમ્યાન નવજીવનના પ્રકાશનો તમારા સુધી પહોંચાડી શકાય તેમ નથી ત્યારે ફરી એક વાર ઈ-બુક્સ વાંચવા માટેની ટહે લ નાખવાનું મન થાય છે. નવજીવનના અનેક પુસ્તકો ઈ-બુક્સ સ્વરૂપે વર્ષોથી પ્રાપ્ય છે. હકીકતમાં નવજીવન એક વિરલ પ્રકાશક છે કે જ ેના બધાં જ નવા પ્રકાશનો ‘Born Accessible’—એટલે પ્રિન્ટ અને ઍક્સેસિબલ ઈ-બુક સ્વરૂપે એક સાથે જ પ્રકાશિત થાય—એવાં હોય છે. ‘ઇન્ક્લુઝીવ પબ્લિશીંગ’ નામે ઓળખાતી આ પ્રકાશન-પ્રણાલી ભારતીય ભાષાઓમાં બહુ ઓછા પ્રકાશકોએ અપનાવી છે. નફો રળવાનું ધ્યેય ન હોય એવી ગાંધી-પ્રબોધિત નીતિને અનુસરતું નવજીવન અન્ય વ્યાવસાયિક પ્રકાશન સંસ્થાઓથી અલગ છે. આત્મનિર્ભર રહે વાના, એટલે કે કોઈ જાહે રાતમાંથી કે દાન-સખાવત થકી આવક ન કરવાના ગાંધી-આદેશને નવજીવન અનુસરે છે. એનો સીધો અર્થ એ કે પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિનો ખર્ચ પુસ્તકોના વેચાણમાંથી જ કાઢવો રહ્યો. આ વિચારને અમલમાં મૂકીને અત્યાર સુધી પુસ્તકો—છાપેલાં કે ઈ-બુક્સ—વિનામૂલ્યે વહેં ચવાની પ્રવૃત્તિથી નવજીવન વેગળું રહ્યું છે. ઈ-બુક સ્વરૂપ વધારે પ્રચલિત થાય એ માટે છાપેલાં પુસ્તકો કરતાં એની કિંમત પહે લેથી જ ૨૦થી ૨૫% ઓછી રાખવામાં આવે છે. ગાંધીજી ચલાવતા એ નવજીવન અઠવાડિક વિશે અહીં આપેલાં ગાંધીજીના વિચારો નવજીવન સંસ્થા કેવી રીતે ચલાવવી એ અંગે પણ સ્પષ્ટ દિશાસૂચન કરે છે અને અમે એનું પૂર્ણ સન્માન કરતા આવ્યા છીએ.

नवजीवन દ્રવ્યોપાર્જનનું સાધન નથી; नवजीवन દરે ક પ્રવૃત્તિનું વાહન નથી; नवजीवन કેવળ મારા વિચારોનું વાહન છે. नवजीवन કરજ કરીને નહીં નીકળે; नवजीवन જાહે રખબર લઈને ખર્ચ નહીં ચલાવે. नवजीवन એક કે બેચાર મિત્રોનું દાન લઈને મફત પણ નહીં નીકળે. नवजीवन ના વાંચનાર પોતે પોતાને તેના માલેક સમજ ે. नवजीवन એ તેઓના પ્રત્યેનો મારો સાપ્તાહિક પત્ર છે. જ્યાં સુધી તેઓને તેમાંના વિચાર પસંદ પડે ત્યાં લગી તેઓ ખર્ચ આપી તે પત્ર લે ને તેને સંઘરે . કેમ કે હં ુ તેમાં પ્રતિ અઠવાડિયે મારો આત્મા રે ડુ ં છુ .ં અને જ ેમાં અભણ પણ પોતાનો આત્મા રે ડતો હોય તે વસ્તુ વાંચવા, જોવામાં કલ્યાણ જ છે એ હં ુ જાણું છુ .ં જ ેઓને नवजीवन ની કિંમત ભારે પડે છે ને જ ેઓ તે મળે તો વાંચવા ઉત્સુક છે એવા ઘણાને હં ુ જાણતો નથી. એવા કોઈ હોય તો તેનાં નામ, ઠામ હં ુ જાણવા ઇચ્છું છુ ં ખરો. કેમ કે કેટલાક મિત્રોએ नवजीवन મફત આપવા સારુ પૈસા આપવાનું કહે લું છે તેનો ઉપયોગ હં ુ યોગ્ય વાંચનારને સારુ અવશ્ય કરું. એવો કોઈ હોય તેમણે વ્યવસ્થાપકને લખી મોકલવું ને યોગ્ય લાગશે તો તેઓને તે नवजीवन મફત અથવા ઓછી કિંમતે મોકલશે. પણ વાંચનારે જાણવું કે તેનું ખર્ચ કોઈક પણ મિત્ર વહોરશે. તે नवजीवन નહીં ઉપાડે કેમ કે ઉપાડવાની હવે શક્તિ નથી રહી. नवजीवन, ૧૨–૭–૧૯૨૫ હાલની અસામાન્ય પરિસ્થિતિમાં એક અસામાન્ય નિર્ણય લઈને અનેક ઈ-બુક્સ વિનામૂલ્યે વાંચી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી છે. ઈ-શબ્દ (www.e-shabda.com) દ્વારા નવજીવનના પુસ્તકો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવ્યા છે. આવતા થોડા દિવસો દરમ્યાન અમે નવજીવનનાં અનેક પુસ્તકો ઈ-બુક્સ સ્વરૂપે પ્રગટ કરવા ઇચ્છીએ છીએ. એમાં કેટલાંક નવાં પ્રકાશનો, વર્ષોથી અપ્રાપ્ય પુસ્તકોનાં પુનર્મુદ્રણો, સ્વામી આનંદ અને દર્શકનાં અનેક પુસ્તકો સામેલ હશે. સામાન્ય રીતે પ્રકાશનો પહે લાં મુદ્રિત સ્વરૂપે આવે, અને પછી તેની ‘ઇ-બુક’ સ્વરૂપની આવૃત્તિ મુકાય. આજના અસધારણ સંજોગોમાં આપણે આ નવીન પ્રયોગ કરીએ છીએ : પુસ્તકનું ‘ઈ-બુક’ સંસ્કરણ પહે લાં પ્રગટ થશે અને છાપેલી આવૃત્તિ પછી આવશે. આપણો વિકસી રહે લો વિશાળ નવો વાચક-સમૂહ ‘ડિજીટલ’ વાચન તરફ વળે એ દિશામાં આ એક પ્રયાસ કરવા જ ેવો લાગ્યો છે. 106

[માર્ચ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


લગભગ ૧૫૦ ઈ-બુક્સ વિનામૂલ્યે

લગભગ ૧૦૦ ઈ-બુક્સ કિફાયતી દરે

૧૦૭

1 2

ઍન્ડ્રૉઇડ અથવા ઍપલ ફોન કે ટૅબ્લેટ પર ફ્રી ઍપ ડાઉનલોડ કરો. ઍપનું નામ છે : e-shabda

ઍપમાંથી અથવા વેબસાઈટ પરથી રજિસ્ટર અને ઍક્ટિવેશન કરાવો.

3 4

લૉગિન કરો. My Bookshelf માં આપોઆપ ઉમેરાઈ ગયેલાં પુસ્તકોનું વાચન શરૂ કરો. નવા પુસ્તકો ખરીદવા માટે વેબસાઈટનો ઉપયોગ કરો. www.e-shabda.com

વિગતવાર માહિતી માટે જુઓ https://bit.ly/eshabda


‘નવજીવન’ના આઝાદીની લડતની હાકલ... સત્યાગ્રહ પાને સપ્તાહના આરં ભની શતાબ્દી

૧૦૮ ૩૨૦


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.