વર્ષૹ ૦૯ અંકૹ ૦૫ સળંગ અંકૹ ૯૭ • મે ૨૦૨૧
છૂ ટક કિંમત ઃ _ ૧૫
રમખાણગ્રસ્ત નોઆખાલીની મુલાકાતે…
નકામા દેખાવો, ઘોંઘાટ કે સંકેતો દ્વારા આપણે આપણા લોહીને નાહક તપવા ન દેવું જોઈએ એ વાત અહિં સક શિસ્ત માટે આવશ્યક છે. બધા લોકો બોલતા હોય, ઘોંઘાટ કરતા હોય, પછી ભલેને તેઓ વહાલથી તેમ કરતા હોય છતાં શાંતિ જાળવી શકાતી નથી એમ હં ુ મારા વિશાળ અનુભવ પરથી કહી શકું છુ .ં આપણા વિરોધીઓ શું કરી રહ્યા છે, આપણો વિરોધ કરતા આપણા દેશબંધુઓ શું કરી રહ્યા છે એ જાણવા છતાં તેમના પ્રત્યે પણ આદરભર્યું અને સહિષ્ણુ વલણ દાખવવા હં ુ તમને વિનંતી કરું છુ .ં અત્યાર સુધી આપણો વિરોધ જ કરતા આવ્યા હોય તેઓ પણ નમ્રતા અને પ્રેમથી જિતાઈ જશે એવી હં ુ તમને ખાતરી આપું છુ .ં જ ેમ જ ેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ આપણા વિરોધીઓનાં લખાણો, ભાષણો અને કૃ ત્યોથી છંછડે ાઈ પડવાના ઘણા પ્રસંગો આવશે. તેને આપણે અનિષ્ટ સમજતા હોઈએ તો તેમના અનિષ્ટનો જવાબ આપણા અનિષ્ટથી ન આપવા હં ુ તમને વીનવીશ. તમે અને હં ુ જ ેવી રીતે અહિં સાની નીતિને વરે લા છીએ તેવું તેમને કોઈ બંધન નથી. એટલે તેઓ જ ે કંઈ કરે તેથી આપણે આશ્ચર્ય પામવાની કે રોષ કરવાની જરૂર નથી. આપણે આપણી જાતની સંભાળ લઈએ એટલે ભવિષ્ય સલામત છે. મો. ક. ગાંધી [ગાં. અ. ૨૧ : ૧૧૨]