Story of Physics book_Gujarati Translation-વૃતાંત ભૌતિક્શાસ્ત્રનુ
મૂળ લેખક : ટી. પદ્મનાભન / ગુજરાતી ભાવાનુવાદ,લેખન,ગોઠવણ : હેમંત સોલંકી / મૂળ ચિત્ર : કીથ ફ્રાન્સીસ / પુનરચિત્રણ : અવિનાશ દેશપાંડે / વિશેષ આભાર : અરવિંદ ગુપ્તા
આ પુસ્તકને તૈયાર કરવામાં હુ મૂળ લેખક શ્રી. થાનુ પદ્મનાભનનો આભાર વ્યક્ત કરુ છુ, જેમણે પોતાના મુળ અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવાની મંજૂરી આપી. તે જ સાથે આ પુસ્તકના હિન્દી અનુવાદક શ્રી. અરવિંદ ગુપ્તાનો વિશેષ આભાર વ્યક્ત કરુ છુ.
શ્રી. અરવિંદ ગુપ્તા આ ગુજરાતી અનુવાદ માટેના પ્રેરણાસ્ત્રોત રહ્યા. તેમણે ગુજરાતી ન જાણવા છતાં આ અનુવાદ માટે પૂરતુ માર્ગદર્શન
પુરુ પાડ્યુ. તેમણે શ્રી. થાનુ પદ્મનાભન પાસેથી પરવાનગી અપાવવાથી લઈને આ કોમિક પુસ્તક માટે જોઈતી બ્લેન્ક સ્ટ્રિપ્સ પણ પૂરી પાડી.
અમને આશા છે કે વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ વાંચકો આ પુસ્તકનુ સહર્ષ સ્વાગત કરશે.
- હેમંત સોલંકી