ભારતની અરધોઅરધ વસતીની ઉંમર 25 વર્ષની નીચે છે. હવે પછીની ચૂંટણીમાં કરોડો યુવક-યુવતીઓ પહેલી વાર મતદાન કરી શકશે. તેમાંથી કેટલાક રાજકારણમાં પણ પ્રવેશ કરશે, સરકારમાં હોદ્દા ધરાવશે, વેપાર-ઉદ્યોગમાં જવાબદારીઓ સંભાળશે, શિક્ષણ-સાહિત્યના ક્ષેત્રે ફાળો આપશે.
આ નૂતન નાગરિકોને સમજાય, રસ પડે અને પ્રેરણા આપે એવું સાહિત્ય આપણી પાસે છે. તેમાંથી કાળજીપૂર્વક પસંદગી કરીને નાની નાની, અલ્પ કિંમતવાળી હજારો-લ