અમારી વિદ્યા-સાહિત્ય સંસ્થા ''એકત્ર'' ફાઉન્ડેશને ''સંચયન'' નામે એક ગુજરાતી સામયિકનો આરંભ કર્યો છે -- એનો આ બીજો અંક પણ ''એકત્ર'' ના પ્રાગટ્ય રૂપે સૌને સપ્રેમ ધરીએ છીએ. સાંપ્રત સાહિત્ય-સામયિકોમાંથી તેમજ ગ્રંથોમાંથી ઉત્તમ અને રસપ્રદ કૃતિઓનું ચયન ''સંચયન'' દ્વારા સુલભ થશે.
ગુજરાતી ભાષામાં સાહિત્યનાં સામયિકો તેમજ વિચારપત્રો ઘણાં છે. પરંતુ દુનિયાભરમાં પથરાયેલા ગુજરાતીઓ સુધી એ પહોંચી શકતાં નથી, અને