આ ચોપડીનું શ્રેય એક રીતે શ્રી રવીન્દ્ર કેળેકરના ‘કાકા કાલેલકર સાથે વિવિધ વાર્તાલાપો’ને જાય છે. એક પચ્ચીસી પહેલાં બહાર પડેલા એ પુસ્તકમાં, શ્રી ઉમાશંકર જોશી તેના પ્રવેશકમાં કહે છે તેમ, “આધુનિક ભારતના ઇતિહાસના તારતાર સાથે આત્મીયતાથી જોડાયેલી કાકાસાહેબ જેવી વયોવૃદ્ધ સાંસ્કૃતિક વ્યક્તિનું ચિંતન સુરેખ રીતે” રજૂ થયેલું છે.