હવે જીવનયાત્રાનો અંત દૂર નથી ત્યારે, આટલાં વરસોની સંચિત સામગ્રીમાંથી આજે પણ પ્રજા પાસે અચૂક મૂકવા જેવાં લાગે છે તેવાં લખાણો તારવીને પુસ્તકરૂપે રજૂ કરતાં જવાની હોંશ રહે છે. તેને પરિણામે અત્યારે 650થી વધુ પાનાંની સામગ્રી અહીં રજૂ કરી છે. બીજી આથી લગભગ બમણી સામગ્રી તૈયાર પડેલી છે. `મિલાપ’માં લગભગ બધાં લખાણો ટૂંકાવીને આપવામાં આવતાં. તેને પણ શક્ય તેટલાં વિશેષ અહીં ટૂંકાવેલાં છે. હિંદી લખાણો ગુ