Navajivanno Akshardeh May-June 2018

Page 1

વર્ષૹ ૦૬ અંકૹ ૦૫-૦૬ સળંગ અંકૹ ૬૧-૬૨ • મે-જૂ ન ૨૦૧૮

છૂટક કિંમત ઃ _ ૨૫


વર્ષૹ ૦૬ અંકૹ ૦૫-૦૬ સળંગ અંકૹ ૬૧-૬૨ • મે-જૂ ન ૨૦૧૮ છૂ ટક કિંમત ઃ _ ૨૫

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર આવરણ ૧ [ગાંધીજીના હસ્તાક્ષરમાં; ભત્રીજા છગનલાલ ગાંધીના પત્ની કાશીબહે નને લખેલા પત્રનો અંશ– તા. ૨૮-૦૮-૧૯૦૯] આવરણ ૪ “અંગત મંત્રીનો ગાંધીજીનો આદર્શ” [હરિજનબંધુ ૧૭-૦૩-૧૯૪૬] વાર્ષિક લવાજમ ઃ

૧. ગાંધીજીના પત્રો ઃ તેમના સંતાનોને  મણિલાલ ગાંધીને પત્ર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૧૪૭  હરિલાલ ગાંધીને પત્ર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૧૪૯  દેવદાસ ગાંધીને પત્ર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૧૫૧  રામદાસ ગાંધીને પત્ર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૧૫૨ ૨. સરદાર પટેલના પત્રો ઃ તેમના સંતાનોને  પ્રભુએ આપણને બીજાંઓ કરતાં સુખી રાખ્યાં છે. . . . . . . . . ૧૫૪  આપણું ધાર્યું કશું થતું નથી. . . . . . . . . . . . . . . . . . . . . . . ૧૫૫ ૩. ઇન્દિરા ગાંધીને પત્ર . . . . . . . . . . . . . . . . . . . . . જવાહરલાલ નેહરુ. . . ૧૫૬ ૪. ગાંધીજીની અક્ષરસૃષ્ટિ. . . . . . . . . . . . . . . . . . . . . . . .ચી. ના. પટેલ. . . ૧૫૯ ૫. ગાંધીજીના જીવનમાં હિં દુ-મુસલમાન સંબંધો : ભારત પાછા ફરતાં પહે લાં. . . . . . . . . . . . . . . . . . . . . ઉર્વીશ કોઠારી. . . ૧૬૪ ૬. સત્યજીવીના સત્યાગ્રહાશ્રમનું સ્મરણ. . . . . . . . . . . . .ડૉ. અશ્વિનકુ માર. . . ૧૬૮ ૭. ગાંધીજી વિશે નેહરુ. . . . . . . . . . . . . . . . . . . . . રામનારાયણ ચોધરી. . . ૧૭૧ ૮. સોરાબજી શાપુરજી અડાજણિયા. . . . . . . . . . . . . . . . . . . . . ગાંધીજી. . . ૧૭૯ ૯. ગુજરાતના લોકસેવક, રાજપુરુષ ઠાકોરભાઈ દેસાઈ. . . મણિલાલ એમ. પટેલ. . . ૧૮૨

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

૧૦. ગાંધીમૂલ્યોના સિંચનનો નવજીવનનો પ્રયાસ . . . . . . . . . . . . . . . . . . . .. . .૧૮૫

લવાજમ મોકલવાનું સરનામું

૧. પુસ્તક પરિચયૹ Soulmates : The Story of Mahatma Gandhi ૧ and Hermann Kallenbach. . . . . . . . . . . . . . . . . . નિલય ભાવસાર. . . ૧૮૬

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

૧૨. ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૧૯૧  ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… ����������������������������૧૯૪

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૧૪૬


ગાંધીજી–સરદાર–નેહરુ  ઃ સંતાનો પ્રતિ… પત્રલેખનનો એક આખો યુગ રહ્યો છે. પરં તુ ટૅક્નૉલૉજીના ઉદ્ભવ અને વિકાસે એ યુગને આજ ે અસ્ત થવાના આરે લાવી દીધો છે. પત્રલેખનના એ યુગમાં જ ે-તે સમયે આપણા અનેક નેતાઓએ માતબર પત્રલેખન કર્યું હતું; જ ેમાં ગાંધીજી મોખરાનું સ્થાન ધરાવે છે. ગાંધીજી જ ેટલું પત્રસાહિત્ય આપણે ત્યાં ભાગ્યે જ કોઈ બીજી વ્યક્તિએ સર્જ્યું હશે. નવાઈની વાત તો એ છે કે આ પત્રલેખન માત્ર જાહે રજીવન સંબંધિત જ નહોતું, પરં તુ પોતાના સગાંવહાલાં અને સંતાનોને પણ અઢળક પત્રો ગાંધીજીએ લખ્યા છે. આટલી વ્યસ્તતા વચ્ચે પણ જાતને નૈતિક રીતે ઉપર ચડાવવાની સલાહ, અભ્યાસ અને તબિયતની પૃચ્છા, આરોગ્યવર્ધક ઉપાયો, બાળકોનો વિકાસ કેવી રીતે કરવો, પિતા તરીકેની પોતાની જવાબદારીઓની વાત, વગેરે વિશે ગાંધીજીએ ખૂબ નિયમિતપણે પોતાનાં સંતાનો સાથે પત્રવ્યવહાર કર્યો છે. ગાંધીજીની જ ેમ જ સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુએ પણ તેમના અતિવ્યસ્ત જાહે રજીવન વચ્ચે સંતાનોને ઉદ્દેશીને નિયમિત પત્રો લખ્યા છે. આ પત્રો દ્વારા ગાંધી-સરદાર-નેહરુએ તેમના સંતાનોને મહામૂલી કેળવણી આપી છે, નિર્ણાયક તબક્કે જરૂરી માર્ગદર્શન અને સલાહ આપ્યાં છે. ૧૭ જૂ ને ફાધર્સ ડે છે, તે નિમિત્તે આપણા આ ત્રણ આગેવાનોએ તેમના સંતાનોને લખેલાં પત્રોની ઝલક જોઈએ. આમ તો ફાધર્સ ડે એ પશ્ચિમી જગતમાંથી આવેલો ‘કન્સેપ્ટ’ છે, પરં તુ પિતાપ્રેમને આવા પશ્વિમી-પૂર્વીય ભેદભાવ નથી હોતા અને એ જ કારણે જાહે રજીવનમાં અતિવ્યસ્ત રહે તાં ગાંધી-સરદાર-નેહરુનાં સંતાનો પ્રતિના આ પત્રો દ્વારા આપણને તેઓ પિતા તરીકે કેટલી ઉમદા વાત તેમના સંતાનો સાથે વહેં ચતા હતા તે જાણવા મળે છે…

ગાંધીજીના પત્રો ઃ તેમના સંતાનોને મણિલાલ ગાંધીને પત્ર

[ફિનિક્સ, નાતાલ, રવિવાર, ચૈત્ર વદ ૨, એપ્રિલ ૧૨, ૧૯૧૪]1 ચિ. મણિલાલ …2 મિ. કૅ લનબૅક ગમે ત્યારે સૂએ પણ તમારે તો એક જ નિયમ સાચવવો. ખાવા વિશે પણ તેમ જ. તમે જ ે વાક્યો નથી સમજ્યા તેની સમજ આ છે ઃ “જ ે જ ે કાર્યો માત્ર કાયદે (અક્ષરાર્થ કરી) કરવામાં આવ્યાં છે તેને તો શાપ છે. તોપણ એવું લખાયેલું છે કે 1. આ તારીખ રાવજીભાઈ પટેલે આપી છે. 2. અહીં કેટલાક શબ્દો છોડી દેવામાં આવ્યા છે.

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

147


જ ેઓ કાયદે બતાવેલાં કર્મ કર્યા નહીં કરે તેઓ બધા શાપિત છે.”1 ભાવાર્થ એ છે કે, માત્ર વેદિયા માણસોથી કોઈ દહાડો મોક્ષ મેળવી શકાતો નથી. એવું જ વાક્ય ગીતાજીમાં છે, તે વિચારી જોજો. “त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन”—આ વાક્ય અર્જુનને શ્રીકૃ ષ્ણે કહ્યું. આનોે અર્થ એમ નથી કે શાસ્ત્રવિહિત કર્મ ન કરવાં. તે કરવાં એટલું બસ નથી. તેનો ગૂઢ અર્થ સમજી, તેનો હે તુ સમજી તેથી આગળ જવું, એમ અર્થ છે. જ ે માણસ વિહિત કર્મને છોડી શુષ્ક બ્રહ્મવાદી બને તે તો અતોભ્રષ્ટ અને તતોભ્રષ્ટ થાય. તેણે શાસ્ત્રરૂપી ટેકો ખોયો અને જ્ઞાનરૂપી પાયો રચાયો નથી, એટલે તે પડવાનો જ. તેથી गलेशियन्सને સેન્ટ પૉલે કહ્યું, ‘તમે લોકો શાસ્ત્ર પ્રમાણે કર્મ તો કરજો જ; પણ જિસસની ઉપર શ્રદ્ધા રાખી તેના શિક્ષણને નહીં અનુસરો તો શાપિત રહે શો.’ એ જ ભાવાર્થ बॉन्ड मेड ને फ्री वुमनના2 સંબંધમાં છે. બૉન્ડ એટલે બંધન, શાસ્ત્રને સ્થૂળ માતાની ઉપમા આપી છે અને કહ્યું છે કે તે તો ગુલામી દરજ્જાની છે તેથી તેની પ્રજા પણ ગુલામ જ થાય. શ્રદ્ધા એટલે ભક્તિને દિવ્ય માતાની ઉપમા આપી છે. અને દિવ્ય માતાની પ્રજા દેવરૂપ થાય. આ ભાવાર્થ સમજી આગળ પાછળનાં વાક્યો વિચારી બરોબર સમજ પડી છે કે નહીં તે મને લખજો. પહે લા कोरिन्थियनના ૧૫મા પ્રકરણના ૫૬મા શ્લોકનો અર્થ એ છે કે, પાપ એ મોતનો ડંખ છે, એટલે કે પાપી મનુષ્યને જ મોત એ ડંખરૂપ છે. પુણ્યશાળીને મોક્ષનું સાધન છે, અને શાસ્ત્રના શુષ્ક જ્ઞાનમાં શાપનું બળ રહે લું છે એ બીજા વાક્યનો અર્થ છે. આ આપણે ડગલે ડગલે જોઈએ છીએ. શાસ્ત્રને નામે સેંકડો પાપ થાય છે. પાંચમા रोमन्सના ૨૦મા શ્લોકનો અર્થ તો સહે લો છે. વળી શાસ્ત્ર ઘૂસ્યું અને ગુના વધ્યા. પણ જ્યારે જ્યારે પાપનો પૂંજ મોટો થયો ત્યારે ત્યારે ઈશ્વરની મહે ર પણ વધી. એટલે કે, એવે કળિકાળને સમયે પણ શુષ્ક જ્ઞાનના બંધનમાંથી છૂટનારા માણસો મળી આવ્યા. અને તેઓએ ભક્તિમાર્ગ બતાવી શાસ્ત્રનો ગૂઢાર્થ શીખવ્યો એ ઈશ્વરની મહે ર. जॉनના ૧૫મા પ્રકરણના ત્રીજા શ્લોકનો અર્થ નીચે પ્રમાણે છેૹ જ ે વચન મેં તમને કહ્યાં છે, તે વચન વડે એટલે તે પ્રમાણે ચાલવાથી તમે વિશુદ્ધ થશો.” ‘are’ એ ભવિષ્ય સંજ્ઞાવાચક છે એમ સમજવું અને ‘through’નો અર્થ ‘પ્રમાણે ચાલવાથી’ એમ કરવો. જિંદગીમાં સુધારારૂપ ફે રફાર કરવા પહે લાં વિચાર કરજો. પણ ફે રફાર કર્યા પછી તેને જળોની માફક વળગી રહો એમ ઇચ્છું છુ .ં મિ. કૅ .ના ગુણની ઉપર આશક રહે જો. તેમની નબળાઈ જોવામાં આવે તે સમજી દૂર રહે જો. તમે નવો ફે રફાર કર્યો છે તે વિચારપૂર્વક નથી થયો. જ ેટલા ફે રફાર મિ. કૅ . કરે તે કરવા તમે બંધાયેલા નથી. તમને પોતાને સ્વતંત્ર વિચાર કરતાં અને તેને વળગી રહે તાં આવડવું જોઈએ. તેમ કરવામાં કોઈ વેળા ભૂલ પણ થશે તેની ફિકર નહીં. નિર્મળ ચિત્તથી ખૂબ વિચાર્યા પછી મારા વિચારોની સામે થવાનો પણ તમને અધિકાર છે અને જ્યાં તેમ કરવાથી નીતિ જોવામાં આવે ત્યાં સામે થવું એ તમારી ફરજ 1. સંભવિત રીતે गलेशियन्स (બાઇબલનો એક ભાગ) ૩, ૧૦નો ઉલ્લેખ છે. 2. “અબ્રાહમને​ે બે દીકરા હતા, એક ગુલામ સ્રીથી અને બીજો સ્વતંત્ર સ્રીથી”—गलेशियन्स ૪, ૨૨

148

[ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


છે. તમે મોક્ષનું તત્ત્વ સમજશો અને મોક્ષેચ્છુ થાઓ એ મારી તીવ્ર આશા છે. અને તે જ્યાં સુધી તમારામાં સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ અને દૃઢતા નહીં આવે ત્યાં લગી કદી બનશે નહીં. હાલ તો તમારી દશા વેલડીના જ ેવી છે. વેલડી જ ે ઝાડ ઉપર ચડે છે તેનું રૂપ પકડે છે. અને એ દશા આત્માની નથી. આત્મા તો સ્વતંત્ર છે અને મૂળરૂપે સર્વશક્તિમાન છે. काम एष क्रोध एष रजोगुण-समुद्भ ‍ वः। महाशनो महापाप्मा विद्धयेनम् इह वैरिणम्।।1 જ્યારે અર્જુને શ્રીકૃ ષ્ણ ભગવાનને પૂછ્યું કે, માણસ મરજી વિરુદ્ધ પણ શાથી પાપ કરતો હશે, ત્યારે ઉપર મુજબ ભગવાને જવાબ આપ્યો. તેનો અર્થ એ છે કે, ‘પાપનું કારણ કામ છે, ક્રોધ છે, તે રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે. તે બહુભક્ષી છે ને બહુ પાપ કરાવનાર છે. તેને જરૂર વેરી જાણજ ે.’ આ સિદ્ધાંત છે. એટલે જ્યારે મિ. કૅ . ગુસ્સે થયા ત્યારે તમારે શાંત રહે વું હતું. પોતાના મોટેરા ગુસ્સે થાય ત્યારે પોતે નમ્ર રહે વું, ચૂપ રહે વું, અને જવાબ આપવો પડે તો કહે વું કે, ‘મારી ભૂલ સુધારીશ, હવે મને ક્ષમા કરો.’ આમાં જાણીજોઈને ગુનો કર્યો છે એવી કબૂલાત નથી. પછી જ્યારે મોટા શાંત પડે ત્યારે વિનયપૂર્વક શંકા હોય ત્યાં પૂછવું. મિ. કૅ . શાંત હોય ત્યારે તમે તેને પૂછી શકો છો કે ‘એપલ’ સડી જતાં હતાં તેમાંથી આપવામાં શો દોષ? ડેવિડના साम સમજવા યોગ્ય છે. તેમાં તેણે દુષ્ટોનું નિકંદન કરવાનું ઇચ્છ્યું છે એમાં રહસ્ય એ છે કે, તેનાથી ખરાબ સહન થઈ શકતું નથી. એ જ વિચાર રામાયણમાં છે. રાક્ષસોનો સંહાર દેવતાઓએ અને મનુષ્યોએ પણ માગ્યો છે. ‘જય રામ રમા’ની સ્તુતિમાં પણ એ જ ભાવના છે. તેનો આધ્યાત્મિક અર્થ એ છે કે, ડેવિડ (અર્જુન-દૈવી સંપત્તિ2) તેના શત્રુ (દુર્યોધનાદિઆસુરી સંપત્તિ)નો નાશ ઇચ્છે છે. આ સાત્ત્વિક વૃત્તિ છે. ને તે દશા ભક્તિભાવમાં વર્તે છે. જ્યારે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે ત્યારે બંને પ્રવૃત્તિઓ દબાઈ જાય છે ને માત્ર શુદ્ધભાવ—કેવળજ્ઞાન—વર્તે છે. એ દશાનું વર્ણન બહુ કરીને બાઇબલમાં નહીં આવે. ડેવિડ દોષવાન છતાં ભક્ત હતો. ને सामમાં તેના ઉદ્ગારો છે. તેની ભાષા સરળ છે. તે ઈશ્વરની પાસે મહાન છતાં દીન બનીને રહે છે અને પોતાને તૃણવત્ ગણે છે. [ગાં. અ.ૹ ૧૨]

હરિલાલ ગાંધીને પત્ર

સપ્ટેમ્બર ૯, ૧૯૧૮ રાંધવામાં વખત જાય એ તો છે જ. પણ હં ુ માનું છુ ં કે એ વખત નકામો નથી જતો. અને એ વખતમાં કાંઈક ભારે કાર્ય થઈ શકે એ પણ સાધારણ રીતે ખરી વાત નથી. 1. જુ ઓ भगवद्ग‍ ीता, અ, ૩, શ્લોક ૩૭ 2. જુ ઓ भगवद्ग‍ ीता, અ. ૧૬, શ્લોક ૧-૩

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

149


રાંધવામાં જ ેટલો વખત જાય છે તેના કરતાં વિશેષ વખત નકામો સેંકડે પંચાણું ટકા માણસ હં મેશાં ગાળે છે. સેંકડે પંચાણું ટકા તો હં ુ ઉદારતાથી ગણતરી કરું છુ ,ં તેથી કહં ુ છુ .ં અને સ્વયંપાક કરનાર માણસ પોતાને ઘણું કામ હોય છે ત્યારે એવા ઝપાટાથી રાંધી લે છે કે એ તમને તો આશ્ચાર્યવત્ લાગશે. મારો જ દાખલો હં ુ આપું તો હં ુ વિલાયતમાં મારો અત્યંત અભ્યાસી વખત હતો ત્યારે રાંધવામાં સવારસાંજ અડધા કલાકથી વધારે વખત નહોતો ગાળતો. સવારના પોરિજ રાંધતો. તેમાં બરાબર વીસ મિનિટ જતી અને સાંજ ે જો રાંધું તો સૂપ બનાવું. એને તો હલાવવો નહીં પડે એટલે સૂપનો સામાન તૈયાર કરતાં જ ે વખત જાય એ જ વખત જતો. સૂપ ચૂલા ઉપર મૂક્યા પછી હં ુ તેની પાસે બેઠો રહે તો અને વાંચતો. કાશીથી કોઈ કોઈ વિદ્યાર્થીઓ મારી પાસે આવે છે. એ બધાને હં ુ પૂછુ ં છુ ં કે તેઓ શું કરે છે. બ્રાહ્મણો ઘણાખરા સ્વયંપાક જ કરે છે. એક માણસે એમ કહ્યું કે, એ ખીચડી પકાવે અને તેની સાથે દૂધ અને અથાણું ખાય. તે ખાતો હોય તે સમયે ભાખરી પાકતી હોય. તે ભાખરી અને દૂધ સાંજ ે ખાય. આમાં એ બધો થઈને પોણો કલાક ગાળતો. આ તો મેં બહુ અંતિમનો દાખલો આપ્યો છે. એટલો સંકોચ તમે ભોગવવો એમ હં ુ નથી ઇચ્છતો, પણ દૃષ્ટાંત આપું છુ ં કે સ્વયંપાકમાં ઘણો ઓછો વખત લઈને પણ ચલાવી શકાય. પેલા વિદ્યાર્થીનું શરીર નીરોગી અને હૃષ્ટપુષ્ટ હતું, કારણ કે ખીચડી, દૂધ કે દહીં અને અથાણામાં શરીરને જોઈતું બધું પોષણ આવી ગયું. જ ેને સરસ દૂધ અથવા દહીં મળે તેને બીજા પદાર્થોની ઘણી ઓછી દરકાર રહે . તમે સદાયે સ્વયંપાક કરો એવું મારું લખાણ છે એમ ન ધારી લેશો. પણ પ્રસંગ આવ્યે રાંધી લેતાં તમે જરાયે ન આંચકો ખાઓ અને તેમાં આટલો વખત નકામો ગયો એમ માનીને નકામા નિસાસા ન નાખો એટલા સારુ ઉપર પ્રમાણે લખ્યું છે. બાકી તો તમે સ્થિતિએ આવો અને ચંચીને1 બોલાવી લો અને હદમાં રહીને યોગ્ય સ્વાદ કરો અને ભોગ ભોગવો, તેમાં મારે કાંઈ કહે વા જ ેવું ન હોય. માત્ર જ ે ભૂલ થઈ ગઈ તે હવે કોઈ કાળે ન થાય. એકાએક પૈસાદાર થવાનો લોભ ન કરો તે ઇચ્છું છુ .ં સોરાબજીનું મૃત્યુ સંભારો, ડૉ. જીવરાજ મરણપથારીએ છે એનું સ્મરણ કરો, સર રતન તાતા2 ગુજરી ગયા એ વિચારો. જ્યાં દેહની આટલી બધી ક્ષણિકતા છે ત્યાં ઉત્પાત શા કરવા? પૈસાની પાછળ દોડાદોડી શી કરવી? સાધારણ પણ દૃઢ પ્રયાસથી જ ેટલું દ્રવ્ય એકઠુ ં કરી શકાય તેટલું કરો, પણ તમારા મનની સાથે એટલો નિશ્ચય કરો કે દ્રવ્ય મેળવતાં સત્યનો માર્ગ નહીં છોડો. જ ે નિશ્ચય તમારાથી થઈ શકે એ નિશ્ચય કરી દ્રવ્યોપાર્જન સુખેથી કરો. બાપુના આશીર્વાદ [ગાં. અ.ૹ ૧૫] 1. ચંચળબહે ન ગાંધી, હરિલાલનાં પત્ની. 2. ૧૮૭૧-૧૯૧૮; પારસી દાનવીર.

150

[ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


દેવદાસ ગાંધીને પત્ર

મુંબઈ, [એપ્રિલ ૮, ૧૯૨૦]1 ચિ. દેવદાસ, તમારા કાગળો મળ્યા કર્યા છે. હજુ બીજાની રાહ જોઉં છુ .ં હમણાં તો મને નિયમસર જ લખ્યા કરજો. ત્યાં કેમ ચાલતું હશે તેની રાહ હં મેશાં જોઉં છુ .ં 2 તમારી તબિયતને પહે લી સંભાળજો. અભ્યાસ તેની પાછળ છે. મધ્યે આત્મવિકાસ છે. તે તો શરીર અને અભ્યાસ બંને ઉપર અજવાળું પાડ્યા જ કરશે. જ ેણે આત્માને જાણ્યો છે તેણે સર્વસ્વ જાણ્યું છે. શરીર પણ તે જ સારુ સાચવીએ, અભ્યાસ તે જ કારણસર કરીએ. પણ આ વાક્યનો અર્થ કંઈ જ નથી અને ઘણો ઊંડો છે. બધી વસ્તુને તેનું સાધન જાણી આપણે આપણું કાર્ય કરીએ તેમ તેમ આપણે આત્માને જાણતાં શીખીએ છીએ. જ્ઞાન ન થતાં સુધી આપણે શ્રદ્ધા રાખવી પડે છે. અથવા ગીતાની ભાષા પ્રમાણે આપણે નિષ્ફલાકાંક્ષી થઈ આપણી ફરજ બજાવ્યે જવી. એક હીરાને સારુ લાખો માણસો ખાણ ખોદે છે. ઘણાં વર્ષ સુધી તો શ્રદ્ધા જ રાખવી પડે કે નીચે હીરો છે જ. જ્યારે છેવટે મળે છે ત્યારે કંઈ ત્યાં નવો પડે છે એમ નથી. તે તો સદાય હતો જ. તેમ આત્માનું ને આત્મજ્ઞાનનું છે. પણ આ બધું તમને શા સારુ લખું? તમે તો જાણ્યેઅજાણ્યે આત્મદર્શન કર્યે જ જાઓ છો. તબિયત અને અભ્યાસનું લખતાં આ લખાઈ ગયું છે. અભ્યાસને શરીરની રખેવાળીથી નીચે મૂક્યો. આત્માની ઓળખને પણ શરીરથી ગૌણ ગણાવશું? એ વિચાર કરતાં જોવું કે આત્માની ઓળખ તો સદાય થયા જ કરે . માંદગીને સમયે કંઈ તેની ઓળખનો પ્રયાસ બંધ નથી થતો. આમાં ક્યાંયે ન સમજાયું હોય તો પૂછજો. સરલાદેવી મારી સાથે જ છે. આવતી કાલે પંડિત રામભજનદત્તજી આવવાની વકી છે, ભાઈ મહાદેવ આજ ે હજીરા ગયા છે. દુર્ગા3 પણ સાથે છે. ત્યાંથી ૨૧મી તારીખ સુધીમાં સિંહગઢ પહોંચશે. મારું કંઈ નક્કી નથી.4 બાપુના આશીર્વાદ [ગાં. અ.ૹ ૧૭]

1. આ પત્ર ઉપર દેવદાસ ગાંધીને ઉદ્દેશીને સરલાદેવી ચોધરાણીએ પણ થોડુકં લખ્યું છે. તેમાં આ તારીખ આપી છે. 2. બનારસમાં, જ્યાં દેવદાસ ગાંધી હિં દીનો અભ્યાસ કરી રહ્યા હતા. 3. મહાદેવ દેસાઈનાં પત્ની. 4. ગાંધીજી ૨૯મી એપ્રિલે સિંહગઢ પહોંચ્યા હતા.

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

151


રામદાસ ગાંધીને પત્ર

ફે બ્રુઆરી ૨૫, ૧૯૩૩ ચિ. રામદાસ, ખુશાલદાસ ગયા. આ સાથે બંને કાગળ કાલે સાંજ ે મળ્યા. મેં શાંતિલાલને કાગળ લખી નાખ્યો છે. એ તો સુખ જ પામ્યા અને ખરું તો એ છે કે એ ધોરી માર્ગે જ ે જાય તે સુખ જ પામે છે કેમ કે આ જીવન કરજ ભરવાને સારુ છે અને કરજ ચૂકવ્યા વિના કોઈ જઈ શકતું નથી. આ કલ્પના બરોબર હોય તો મૃત્યુ એ અમુક અંશે પણ કરજમાંથી મુક્તિ છે. આ જીવન કરજ ભરવાને સારુ છે એવું જ ેને શુદ્ધ જ્ઞાન છે તે સર્વથી કરજમુક્ત થઈ શકે છે. એને પૂર્વજોએ મોક્ષ કહ્યો. મોક્ષ એટલે કરજમાંથી પૂર્ણ મુક્તિ, એટલે પુનર્જન્મનો અભાવ. કાલની તારી સ્થિતિ જોઈ દુઃખ થયું. તારી તબિયતની ખરાબીથી ને તારી મનોવ્યથાથી બેમાંથી એક્કેયનો ઇલાજ મારી પાસે ન મળે ને તેં બાપની શક્તિ વધારે માની લીધી હોય તેથી દુઃખ. મારી સ્થિતિ હરિશ્ચંદ્રના જ ેવી હતી. ધર્મને ખાતર એકના એક છોકરાને વેચવા નીકળ્યો. મારો ધંધો પણ એવો જ લગભગ થઈ પડ્યો. ધર્મને ખાતર તારા શરીરનો ઉપાય જાણતાં છતાં ન કરી શકું, ધર્મને ખાતર તારી મનોવ્યથા ન મટાડી શકું. તારા જ જ ેવા દરદીને જ ે સગવડ ન મળે તે તું ન લે એ ન્યાય લાગુ પાડે તો મુદ્દલ આગળ ન ચાલી શકાય. તારે સારુ ખાસ સગવડ ભોગવવા તું પ્રયત્ન ન કરે એ સમજાય. પણ તારી તબિયત દેખાડતાં જ ે સગવડ મળે તેનો ઉપયોગ ન કરે એ બરોબર નથી લાગતું. બહાર હોય છે ત્યારે તો વગરવિચાર્યે અસંખ્ય માણસોના કરતાં વધારે સગવડ ભોગવે છે. હં ુ તો બહાર અને અંદર પણ વિચારપૂર્વક અસંખ્ય માણસોને અલભ્ય એવી સગવડ મેળવું છુ ં ને ભોગવું છુ ,ં તેમાં અધર્મ કરું છુ ં એમ પણ નથી લાગતું. હાથી કીડીની ચાલ ચાલવા જાય તો કીડી બની નહીં શકે ને હાથીપણું ખુએ એટલો તેનો તો નાશ જ થયો. પણ મારા જ ેવો હાથી દીનતાપૂર્વક પોતાના જાડા ને મોટા કદનો સ્વીકાર કરી, હજારો કીડીના કરતાંયે વજનમાં વધારે એવો ચારો ખાઈ જાય ને પછી હજારો કીડી ન ઉપાડી શકતી હોય તેટલો બોજો રમતવાતમાં ખેંચી જાય. હાથીને પોતાના પૂરતો ચારો લેવાનો અધિકાર છે. તે તેણે ખાઈ બગાડવો ન જોઈએ. હાથીની શક્તિ પૂરતો બોજો પણ ઊંચકવો જોઈએ. એમ કરે તો તેણે કીડીના જ ેટલું ખાધું ને કામ કર્યું ગણાય. આનું નામ જ સામ્યવાદ. એટલે ન્યાયપૂર્વક, લાચારી ભોગવ્યા વિના તારા શરીરને જોઈતો ખોરાક મળતો હોય તો મેળવીને તું શરીરને બાંધજ ે ને બીજાઓની જ ે સેવા શક્ય હોય તે કરજ ે. બીજાની સેવા કરતાં ને પોતાની સગવડ ન્યાયપૂર્વક મેળવતાં પણ કેદીધર્મ વિચારીને સમજી લેવો જોઈએ. કેદીને સ્વમાન જાળવવા સિવાય એક્કેય અધિકાર નથી કેમ કે કેદીના શરીરનો માલિક પોતે મટે છે ને દરોગો માલિક થાય છે. તેથી શરીરને ખાવાનું, પહે રવાનું, 152

[ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


પીવાનું ન આપે તોયે તેણે શાંત ને આનંદિત રહે વું જોઈએ. એમ ન રહી શકે તે ખરો કેદી નથી. આ જમાનામાં આટલું કબૂલ કરવું જોઈએ કે અંગ્રેજી રાજ્યનીતિ બીજાં રાજ્યોની નીતિ કરતાં પ્રમાણમાં કેદીઓ પ્રત્યે કંઈક ઉદાર છે. તેમાં દિવસે દિવસે સુધારો થતો જોવામાં આવે છે. ઘણા સુધારાને સારુ અવકાશ તો છે જ. એ નોખી વાત. એ સુધારા કરાવવા કેદી મથી પણ શકે છે. માત્ર ઉપરનું સૂત્ર યાદ રાખે. તે કેદી સુધારા કરાવવાનો પ્રયત્ન કરતો છતાં નિષ્ફળ જાય તો નિરાશ નહીં થાય—કેમ કે એક પણ સગવડ ઉપર તેનો અધિકાર ન હતો. આ દૃષ્ટિ તું બરોબર સમજ્યો હોય તો હં ુ નિશ્ચિંત થઈ શકું ને તું મનોવ્યથા દૂર કરી શકે. તેં જ ે જ ે કહ્યું તેને સારુ હં ુ પ્રયત્ન તો કરીશ જ. પણ મારી રીતે—તેમાં સમય જાય—તેથી અધીરો હં ુ નહીં થાઉં. તું ન થા એમ ઇચ્છું છુ .ં મારા કે તારા હાથમાં શું છે? પરિણામ લાવવું નથી જ. પૂર્ણ પ્રયત્ન આપણા હાથની વાત છે. તે તારાં ગજાં પ્રમાણે તું કરી રહ્યો છે. મારાં ગજા પ્રમાણે હં ુ કરીશ જ. છતાં કંઈ ન થાય છતાં તું નાચજ ે ને હં ુ પણ નાચીશ. ‘સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે રઘુનાથનાં જડિયાં.’ આ બધું સમજ્યો? કાગળ ત્રણ વાર વાંચી જજ ે—ન સમજાયું હોય તે મને પૂછજ ે. તારી તબિયતના ખબર આપજ ે. બાપુના આશીર્વાદ [ગાં. અ.ૹ ૫૩]

નવજીવનનાં કે ળવણીવિષયક પુસ્તકો કેળવણીનો કોયડો ગાંધીજી ખરી કેળવણી ગાંધીજી ટાૅલ્સ્ટાૅયની ૨૩ વાર્તાઓ લિયો ટાૅલ્સ્ટાૅય, અનુ. જિતેન્દ્ર દેસાઈ પાયાની કેળવણી ગાંધીજી આત્મરચના અથવા આશ્રમી કેળવણી જુ ગતરામ દવે જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધી

_80.00 _80.00 _150.00 _50.00 _125.00 _400.00

બુનિયાદી શિક્ષણ (નઈતાલીમ)ની ઐતિહાસિક અને વૈચારિક વિકાસયાત્રા ચંદ્રકાંત ઉપાધ્યાય મહાત્મા ગાંધીની કેળવણીની ફિલસૂફી ડાૅ. મણિભાઈ પટેલ મૂરખરાજ અને તેના બે ભાઈઓ ગાંધીજી ગાંધીજીનું શિક્ષણદર્શન (એમના જ શબ્દોમાં) સં. મ. જો. પટેલ

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

_35.00 _60.00 _10.00 _60.00 153


સરદાર પટે લના પત્રો ઃ તેમના સંતાનોને પ્રભુએ આપણને બીજાંઓ કરતાં સુખી રાખ્યાં છે

અમદાવાદ તા. ૪–૪–૧૯૨૪ ચિ. મણિબહે ન, તમારો પત્ર મળ્યો. વૈદની દવાની શું અસર થાય છે એ હકીકત લખતાં રહે જો. કોઈ પણ દવાની અસર શ્રદ્ધા વિના ન થાય. એટલે દવા ઉપર અશ્રદ્ધા ન રાખવી તેમ જ મનમાં એવા વિચાર ન લાવવા કે આ દવાથી કંઈ ફાયદો નહીં થાય. ખૂબ શ્રદ્ધાથી કેટલોક વખત દવા કર્યા પછી તેનું પરિણામ જણાય. અંધશ્રદ્ધાથી દવાની અસર મટી જાય છે. મનમાં પૂરો વિશ્વાસ હોવો જોઈએ કે આરામ જલદી થવાનો છે. મન સ્વસ્થ ન હોય તો દવા અસર કરતી નથી. એટલે આખો દિવસ અને રાત આનંદમાં રહે વું જોઈએ. ચિંતા કે વિચાર કરવાથી ઊંઘમાં ખલેલ થાય છે અને તેથી શરીર બગડે છે એમાં કંઈ શંકા નથી. ત્યાંનું વાતાવરણ મૂજીને પણ આનંદી બનાવે એવું છે. એટલે વખત આનંદમાં જતો હશે એમ માનું છુ .ં હવે પાછલી વાત ભૂલી જવી અને ભવિષ્યમાં જ ે કંઈ કહે વાનું અગર કરવાનું હોય તે વિચારવું. તારો કંઈ દોષ નથી. સંજોગો એવા બન્યા કે જ ેથી તારાથી મારી સાથે છૂટથી વાત ન થઈ શકી. પણ તેથી શું? હજી આપણે ભૂલથી કંઈ ખોટુ ં કરી બેઠાં હોઈએ તેમ નથી. એટલે ચિંતા શી? તારા જ ેવા નિર્દોષ બાળકના વળી દોષ શું હોય? માત્ર તું ત્યાં અને બીજ ે રોયા કરે એ મને અને બીજાઓને દુઃખકર થઈ પડે છે અને લોકોને મારા વિશે એવો વિચાર થાય કે હં ુ તને ખૂબ ત્રાસ આપતો હોઈશ અગર તો તારે માટે વિચાર થાય કે તું છેક છોકરવાદ કરે છે. એ બેઉ સ્થિતિ ઇચ્છવા યોગ્ય નથી. તારી અસલની હિં મત અને આનંદ પાછાં લાવવાં જોઈએ. આ સિવાય કંઈ કહે વાનું છે જ નહીં. તારા ઉપર ભારે દુઃખ પડ્યાં છે એ મારાથી અજાણ નથી. છતાં સાવકી માતાના દુઃખનો તને ખ્યાલ નહીં આવે. એટલે માતાના વિયોગના દુઃખ કરતાં બીજાંઓને ઘણાં ભારે કષ્ટ સહન કરવાં પડે છે. પ્રભુએ આપણને બીજાં અનેક સુખ આપ્યાં છે. તે યાદ કરી ઈશ્વરનો આભાર માની આનંદ કરવો જોઈએ. જ ે દુઃખોનો ઉપાય નથી તે યાદ કરી દુઃખી થવું એમાં તો ઈશ્વરે આપેલાં બીજાં 154

[ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સુખોની અવગણના રહે લી છે. આનંદમાં રહીશ તો જરૂર જલદી આરામ થશે. બંને ભાઈઓ મોજ કરે છે.1 પૂ. બા2 પરમ દહાડે સાંજ ે અહીંથી નીકળવાનાં છે. એ જ. બાપુના આશીર્વાદ [સરદારશ્રીના પત્રો-૩માંથી]

આપણું ધાર્યું કશું થતું નથી

સેન્ટ્રલ પ્રિઝન, નાસિક રોડ, તા. ૧૧–૧૦–૧૯૩૩ ચિ. ડાહ્યાભાઈ, મેં કાગળમાં બધી ચોખવટ કરી હતી3 છતાં તમને કંઈક સમજ પડી નથી અને ગૂંચવાડો થયો છે એમ લાગે છે. તેથી ગઈકાલે એક કાર્ડ લખ્યો છે તે મળ્યો હશે. તમારે અને મણિબહે નને જ્યારે મળવું હોય ત્યારે તમારી અઠવાડિયાની મુલાકાતે આવો એમાં કશો વાંધો નથી. આવવું ન આવવું એ તમારી સગવડ ઉપર છે. અગવડ વેઠીને આવવું નહીં… હં ુ જોઉં છુ ં કે છોટુભાઈ4 અને તમારો પાટો ચડતો નથી. એનો અર્થ એ છે કે તમારે બેએ છૂટા પડવું જોઈએ. ભેગા રહે વાથી એકબીજાનાં મન ઊંચા થાય તો તેના કરતાં જુ દા રહે વું સારું. સંભવ છે કે સગાંઓ કરતાં સ્નેહીઓ જોડે અથવા પોતાનાં કરતાં પારકાંઓ સાથે વધારે મેળ આવે! એથી પ્રથમથી જ દૂર થઈ જવું સારું છે. હમણાં તમે બેઉ ભાઈબહે ન સુખદુઃખનો પૂરો વિચાર કરી લેજો. ફરી ક્યારે ભેળા થવાય એ કોને ખબર છે? માટે વખત અને એકાંત કાઢીને બધી વાતો કરી લેજો. તમારે ભવિષ્યમાં જિંદગી એકલા ગાળવા વિશે પણ તમે બેઉ વિચાર કરી લેજો. એકલા રહી શકાય એ ઉત્તમ તો છે જ! પણ ન રહે વાય તો લગ્ન કરવામાં સંકોચ કરવાની જરૂર નથી. માત્ર અનુકૂળ સ્થાન મળશે કે કેમ એ જ સવાલ રહે . પણ એ બીજો સવાલ થયો. પ્રથમ તો તમારી ઇચ્છા શું છે તે નક્કી કરવાનું રહ્યું. એમાં તમારે બાબાનો5 વિચાર બહુ કરવાનો નથી. તમે એકલા હશો તો બાબાની જ ે સંભાળ લેવાશે તેથી તમે લગ્ન કરો તો 1. શ્રી ડાહ્યાભાઈ અને એમના પિત્રાઈ ભાઈ છોટુભાઈ. 2. પૂજ્ય કસ્તૂરબા ગાંધી. 3. જ ેલમાં સરદારશ્રીને મળવા અંગે. 4. શ્રી ડાહ્યાભાઈના પિત્રાઈ ભાઈ. મુંબઈમાં કેટલાંક વર્ષ સુધી બંને ભેગા રહે તા હતા. 5. વિપિન.

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

155


વધારે લઈ શકાશે એમ માનવું એ નકામું છે. એને માનું સુખ ગયું તે હવે પાછુ ં આવવાનું નથી. પણ ગઈ વસ્તુનો શોક કરવો એ મૂર્ખતા છે. એથી કશો લાભ નથી. બે વર્ષ પછી જરા મોટો થશે એટલે ઈશ્વર સંભાળ લેશે. એનું નસીબ હશે તે થશે… આ બધું તમને લખું છુ ં છતાં તમારે એક વસ્તુ સમજી જવી જરૂરી છે. આપણે કોઈ પણ વાતની ચિંતા ન કરવી. આપણું ધાર્યું કશું થતું નથી. ઈશ્વરનું ધાર્યું થાય છે. માત્ર આપણે ખોટુ ં કરતાં કે પાપ કરતાં અચકાવું, અગર ડરવું, બાકી કશાથી ડરવાની જરૂર નથી. ઈશ્વર ઉપર ભરોસો રાખી આનંદમાં દિવસ ગાળવા. બાબાનું નસીબ બાબા પાસે! જુ ઓને, બાપુને ચાર દીકરા. તેમાં મોટો દીકરો1 કેવો નીકળ્યો! દાસબાબુનો2 એકનો એક દીકરો કેટલી ખરાબ રીતે ભૂંડ ે હાલે મરી ગયો! લોકમાન્યના દીકરાઓનું શું? એમ આપણું ધાર્યું કંઈ થતું નથી. ઈશ્વરે ચ્છા હશે તે થશે. એ જ. બાપુના આશીર્વાદ [સરદારશ્રીના પત્રો-૩માંથી]

ઇન્દિરા ગાંધીને પત્ર કુ દરતનો ગ્રંથ

જવાહરલાલ નેહરુ

આપણે બન્ને જ્યારે સાથે રહીએ છીએ ત્યારે તું મને ઘણી વસ્તુઓ

વિશે જાતજાતના સવાલ વારં વાર પૂછ ે છે અને હં ુ તે બધાના જવાબો આપવાની કોશિશ કરું છુ .ં પણ હાલ તું ત્યાં મસૂરીમાં છે અને હં ુ અહીં અલ્લાહાબાદમાં છુ ં તેથી આપણા એ સવાલજવાબો થતા નથી. એટલે હવેથી આપણી પૃથ્વીના અને તેના પર આવેલા નાનામોટા દેશોની વાર્તાઓનાં ટૂ કં ાં બ્યાન અવારનવાર હં ુ તને લખી મોકલવા ધારું છુ .ં ઇંગ્લંડના અને હિં દના ઇતિહાસ વિશે તો તેં થોડુ ં થોડુ ં વાંચેલું જ છે. પણ આ દુનિયામાં ઇંગ્લંડ એક નાનો સરખો બેટ છે અને હિં દ મોટો દેશ છે ખરો પણ આખી પૃથ્વીની સપાટીનો બહુ નાનો ભાગ તેણે રોકેલો છે. પણ આપણે જો આપણી આખી દુનિયાની વાર્તા બરાબર જાણવી હોય તો જ્યાં આપણો જન્મ થયો છે 1. શ્રી હરિલાલ ગાંધી. 2. દેશબંધુ ચિત્તરં જન દાસ.

156

[ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


તે એક નાનકડા દેશનો જ નહીં પણ પૃથ્વી પર જ ેટલા દેશો આવેલા છે અને તે બધામાં જ ે જ ે પ્રજાઓ વસેલી છે તે સર્વનો ખ્યાલ મનમાં રાખવો જોઈએ. મારા આ કાગળોમાં હં ુ તને ઝાઝું કહી શકીશ એવો મને ભરોસો નથી. પણ મને એવી ઉમેદ છે કે હં ુ જ ે કંઈ થોડુ ં લખી મોકલીશ તેમાં તને રસ પડશે અને તે ઉપરથી આપણી આ દુનિયા એક મોટુ ં કુ ટુબ ં છે અને તેના પર વસતા સર્વ લોકો આપણાં ભાઈબહે નો છે એમ તું સમજતી થશે. તું મોટી થશે ત્યારે આપણી આ પૃથ્વી અને તેના પર વસતી પ્રજાઓની વાર્તાઓની મોટી મોટી ચોપડીઓ તારા વાંચવામાં આવશે અને તેમાં તેં વાંચી હશે એવી બીજી કોઈ પણ વાર્તા અથવા નવલકથા કરતાં તને વધારે રસ પડશે એવી મને ખાતરી છે. આપણી આ પૃથ્વીને ઘણાં ઘણાં, લાખો અને કરોડો વર્ષો થયાં છે એ તો તું જાણે જ છે. કેટલાયે કાળ સુધી તો તેના પર સ્ત્રીપુરુષો પણ નહોતાં. માણસો આ પૃથ્વી પર હયાતીમાં આવ્યાં તે પહે લાં માત્ર જનાવરો જ અહીં વસતાં હતાં અને તેમનીયે પૂર્વે ઘણા વખત સુધી તો જીવવાળું કશું જ અહીં નહોતું. આપણી દુનિયા આજ ે માણસો અને બીજાં પ્રાણીઓથી એટલી ભરચક છે કે તે બધાં વિનાની પૃથ્વી કેવી હશે તેની કલ્પના સરખી આવતી નથી. પરં તુ વિજ્ઞાનવેત્તાઓ અને આ બાબતનો જ ેમણે ઘણો વિચાર તેમ જ અભ્યાસ કર્યો છે તે લોકો આપણને જણાવે છે કે પહે લાં એક વખતે આ પૃથ્વી એટલી બધી ગરમ હતી કે તેના પર કોઈ પણ પ્રાણી જીવી ન શકે. એ લોકોનાં લખેલાં પુસ્તકો વાંચવાથી અને ખડકો તેમ જ તેમાંથી મળી આવતા પ્રાણીઓના અવશેષોનો અભ્યાસ કરવાથી તેમની વાત સાચી છે એવું આપણે પણ સમજી શકીએ છીએ. ઇતિહાસ તું હમણાં પુસ્તકોમાંથી વાંચે છે. પણ પ્રાચીન કાળમાં જ્યારે માણસો જ નહોતાં ત્યારે પુસ્તકો તો ક્યાંથી જ લખાય? તો પછી તે સમયે શું બન્યું તે આપણે અથવા પેલા લોકોએ ક્યાંથી જાણ્યું? માત્ર બેઠાં બેઠાં કલ્પનાના ઘોડા દોડાવવાથી તો તે સમયે શું હતું તેનો ખ્યાલ થોડો જ આવવાનો હતો? એમ કલ્પનાઓ દોડાવવામાં મજા તો પડે; આપણને ગમે તેવી મજાની સુંદર પરીકથાઓ જ ેવી વાર્તાઓ આપણે જરૂર જોડી કાઢીએ. પણ એ વાર્તાઓ કંઈ સાચી થોડી જ હોય? નજરોનજર જોયેલી વસ્તુઓને આધારે કંઈ એ વાર્તા થોડી જ રચાવાની હતી? તે દૂર દૂરના દિવસોમાં ચોપડીઓ લખાઈ નથી. છતાં એકાદ પુસ્તકમાંથી મળે તેવું ઘણું આપણને કહી શકે એવી કેટલીક વસ્તુઓ આપણી પાસે મોજૂ દ છે. ખડકો અને પર્વતો, સમુદ્ર અને આકાશના તારાઓ, નદીઓ અને રણો તેમ જ પ્રાચીન પ્રાણીઓના અવશેષો એ બધાં આપણને પૃથ્વીના આદિ કાળની વાર્તા કહી શકે છે. એ બધાં અને એવી જ બીજી વસ્તુઓ પૃથ્વીના શરૂઆતના જીવનનો ઇતિહાસ જાણવા માટેનાં આપણાં પુસ્તકો છે. પણ બીજાં લોકોએ લખેલાં પુસ્તકો વાંચી લેવાં એ તે વાર્તા સમજવાનો સાચો રસ્તો નથી. ખરો રસ્તો તો જાતે જ કુ દરતના મહાન ગ્રંથ પાસે પહોંચી જવાનો છે. ખડકો અને પર્વતોમાંથી પૃથ્વીના આદિ કાળની એ વાર્તા વાંચી લેવાનું તું ઝટ શીખી જશે એવી नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

157


મારી ઉમેદ છે. એ વાર્તા કેવી અદ્ભુત છે તેનો વિચાર કર! આ ગ્રંથની ભાષા ઉકેલતાં જો તને બરાબર આવડી જાય તો રસ્તા પર અથવા પર્વતની બાજુ પર પડેલો દરે કેદરે ક નાનો પથ્થર અગર કાંકરો તારે માટે પ્રકૃ તિના મહાન પુસ્તકનું એકાદ નાનું સરખું પાનું બની જશે, અને તને એ વાર્તાનો કોઈક ભાગ કહે શે. હિં દી કે ઉર્દૂ અથવા અંગ્રેજી જ ેવી ગમે તે એક ભાષા વાંચતાં આવડે તે માટે તેના મૂળાક્ષર આપણે શીખી લઈએ છીએ. તે જ પ્રમાણે પથ્થરો અને ખડકો પર લખાયેલી કુ દરતની વાર્તા વાંચીને સમજવાને માટે તારે તેની બારાખડી શીખી લેવી જોઈએ. આજ ેયે કદાચ એ ભાષા થોડીઘણી તો તું ઉકેલી શકતી હશે. એકાદ નાનો ચળકતો ગોળ કાંકરો તારી નજરે પડે છે ત્યારે તે તને કંઈ કહે વા માગે છે એમ તને નથી લાગતું? પોતાના અસલ ખૂણાઓ અને ખરબચડી ધારો છોડીને તે આવો ગોળ, સુંવાળો અને ચળકતો કેવી રીતે થયો હશે? કોઈ ખડકને ભાંગીને આપણે તેના નાના નાના કટકા કરીએ છીએ તો તે દરે ક કટકો ખડબચડો, ખૂણાઓવાળો અને વાંકીચૂકી ધારવાળો હોય છે. ગોળ સુંવાળા કાંકરા જ ેવો તે જરાયે લાગતો નથી. ત્યારે આ કાંકરો આવો મજાનો ગોળમટોળ, સુંવાળો અને ચળકતો કેવી રીતે બન્યો? તેની વાર્તા સાંભળવાને જો તારા કાન ટેવાયા હશે અને તેને નીરખવાને જો તારી આંખ કેળવાઈ હશે તો પોતાની આખી વાર્તા તે તને બરાબર સંભળાવશે. જો તે શું કહે છે તે સાંભળ! કોઈ મોટા પથ્થરમાંથી અથવા ખડકમાંથી એક કટકો આપણે ભાંગી લઈએ તેને જ ેમ અનેક ધાર અને ખૂણા હોય છે તેવો જ એક કાળે, કદાચ ઘણા જમાનાઓ પહે લાં, આ પણ ખૂણાઓ અને ધારવાળો હતો. એવો તે કોઈ પર્વતની સોડમાં પડી રહ્યો હશે. પછી વરસાદ આવીને ત્યાંથી તેને તે પર્વતની એકાદ નાનકડી ખીણમાં ખેંચી ગયો હશે. ત્યાં પર્વતના કોઈ ઝરણામાં જઈ પડ્યા પછી આગળ ને આગળ ધકેલાતો કોઈ નાનકડી નદીમાં તે જઈ પડ્યો હશે. એ નાનકડી નદી તેને મોટી નદીમાં લઈ ગઈ. તે નદીને તળિયે રહીને ગબડતાં ગબડતાં તેની ધારો બધી ઘસાઈ ગઈ અને આમ પોતાનું બધું ખડબચડાપણું છોડીને તે સુંવાળો અને ચળકતો બની ગયો. એ રીતે આજ ે તને દેખાય છે તેવો તે મજાનો ગોળમટોળ બન્યો. તારી અને તેની મુલાકાત થવાની હતી એટલે નદી તેને આગળ ન લઈ ગઈ. પણ નદી જો તેને આગળ ઘસડી લઈ જવાનું ચાલુ રાખત તો ગબડતાં ગબડતાં નાનો ને નાનો થતો થતો તે આખરે ઘસાઈને રે તીનો એક કણ બની જાત. છોકરાંઓ જ ેના પર રે તીના નાના નાના કિલ્લાઓ બાંધીને રમે છે તે દરિયાનો રળિયામણો કિનારો તો તેં જોયો જ હશે. તારા પેલા ગોળમટોળ ચળકતા કાંકરામાંથી બનેલા રે તીના કણ જ ેવા બીજા અગણિત કણોએ એકઠા થઈને તે કિનારો બનાવેલો છે. એક નાનકડો કાંકરો જો તને આટલી બધી વાત શીખવી શકે તો આપણી આસપાસ આપણે જ ે બધા ખડકો અને પર્વતો તેમ જ બીજી અનેક વસ્તુઓ જોઈએ છીએ તે બધાં મળીને આપણને કેટલું નવું નવું શીખવી શકે? [ઇન્દુને પત્રોમાંથી] 

158

[ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની અ�રસૃષ્ટિ ચી. ના. પટેલ ગાંધીજીએ લખેલા ગદ્યની સમીક્ષા કરીને તેમાંથી કશું તારવવું તે એક પડકાર છે. આ પડકાર ખૂબ ઓછા લોકો ઝીલી શક્યા છે. ગાંધીસાહિત્યના અચ્છા અચ્છા અભ્યાસુ તે તરફ ડગ માંડતા નથી, પણ તેમાં અપવાદ બને એવું નામ ચી. ના. પટેલનું છે. ગાંધીસાહિત્યના અભ્યાસમાં ચી. ના. પટેલનું કાર્ય અદ્વિતીય રહ્યું છે અને તેમણે કરે લી સમીક્ષા જ્યારે વાંચીએ ત્યારે તેના વિશે ઠોસ પુરાવા મળતા જાય. ગાંધીજીની અક્ષરસૃષ્ટિ વિશે તેમણે ગાંધીજીની સત્ય સાધના અને બીજા લેખો પુસ્તકમાં વિસ્તારથી તે અંગે ચર્ચા કરી છે, તેના થોડા અંશ અહીં આપ્યા છે, તેનાથી ગાંધીજી ૧૯૧૮ • ૨૦૦૪ લિખિત સાહિત્યનો તો ખ્યાલ આવશે જ, પણ સાથે સાથે તેમના સાહિત્યમાં કળાદૃષ્ટિ કે સૌંદર્યદૃષ્ટિ કેવી રીતે ખીલતી તેનો પણ અંદાજ આવશે. ગાંધીજીની અક્ષરસૃષ્ટિને આટલી સજ્જતાથી મૂકવી કોઈના પણ માટે મુશ્કેલ છે, જ ેને ચી. ના. પટેલની કલમે સહજતાથી મૂકી આપી છે.

ગાંધીજીનાં અંગ્રેજી, ગુજરાતી કે હિં દી લખાણો, રૂપે વ્યક્ત થાય છે. એમનું જાહે ર જીવન કર્મલક્ષી

ભાષણો ને પત્રોના સંગ્રહની ગ્રંથશ્રેણી (ધ કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી) પૂરી થશે ત્યારે તેના નેવું કરતાં પણ વધુ દળદાર ગ્રંથો થશે1, પરં તુ એમાંનું કશું જ એમણે સાહિત્યમાં જ ેને વ્યક્તિગત અભિવ્યક્તિ કહે છે તે માટે લખ્યું નહોતું. એમની સર્વ લેખનપ્રવૃત્તિ કોઈ ને કોઈ જાહે ર પ્રવૃત્તિને અનુલક્ષીને હતી. તોપણ ગાંધીજીનાં કેટલાંય લખાણો ને ભાષણો ને પત્રો—ગુજરાતી ને અંગ્રેજી બંને ભાષાઓમાં—સાહિત્યિક દૃષ્ટિએ ઊંચી ગુણવત્તા ધરાવે છે. એમની ગદ્યશૈલીમાં કવિના જ ેવી સહજ, અનવરુદ્ધ સંવેદનશીલતા અનુભવાય છે. એટલું જ નહીં, એ લખાણો, ભાષણો ને પત્રો એમનામાં, બીજમાંથી વૃક્ષ ઊગે અને તેના ઉપર ફળ આવે એવી, જીવંત વિકાસપ્રક્રિયાની ઝાંખી કરાવે છે અને એમના જીવનને એક કળાકૃ તિનો આકાર આપે છે. આ પારદર્શકતાએ ગાંધીજીના અક્ષરદેહને સત્યદૃષ્ટિની એક વિશિષ્ટ અભિવ્યક્તિ બનાવી છે. ગાંધીજીની કવિચેતના એમનાં લખાણોમાં વિવિધ 1. અંગ્રેજીમાં આ ગ્રંથશ્રેણીના સો અને ગુજરાતીમાં ૮૨ ગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યા છે. –સં.

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

રહ્યું હોવાથી એમના વ્યક્તિત્વ વિશે એવી છાપ પડી છે કે એમનામાં કળાદૃષ્ટિ કે સૌંદર્યદૃષ્ટિ વિકસી નહોતી. સાહિત્ય ને કળાનું પ્રયોજન અને સત્ય ને સૌંદર્યના પરસ્પર સંબંધ વિશેના એમના વિચારો એ છાપનું સમર્થન કરતા જણાય છે, પરં તુ આ છાપ યથાર્થ નથી. કવિઓની જ ેમ ગાંધીજી પણ દૃશ્ય સૃષ્ટિની મોહકતામાં વિશ્વવ્યાપી ચૈતન્યની અદ્ભુતતાની ઝાંખી કરતા. વર્ધામાં રહ્યા રહ્યા તેઓ નજીકના સેગાંવમાં જઈ વસવાનું સ્વપ્ન સેવી રહ્યા હતા, અને છેવટે એમની કુ ટિર તૈયાર થઈ ગઈ ત્યારે ૩૦ એપ્રિલ, ૧૯૩૬ની રાત્રે તેઓ ત્યાં પહોંચી ગયા. ત્યાંથી બીજ ે દિવસે તેઓ અમૃતકોરને પત્ર લખે છેૹ “At Last I am in Segaon. We arrived yesterday. The night was glorious.”2 (“છેવટે હં ુ સેગાંવ આવી પહોંચ્યો છુ .ં અમે ગઈ કાલે આવ્યાં. રાત્રી ભવ્ય હતી.”) વર્ધાથી સેગાંવ આવતાં એમની દૃષ્ટિએ ચાંદનીની મોહકતા નોંધી છે અને બીજ ે દિવસે પત્ર લખતાં એ અદ્ભુત અનુભવ એમને યાદ આવે છે. દરે ક સાચો કવિ એના જીવનમાં કોઈ એવી 2. ‘કલેક્ટેડ વર્ક્સ’, ૬૨ઃ૩૫૮ 159


કાશીનું દૃશ્ય

ક્ષણો અનુભવે છે કે જ્યારે તે વ્યાવહારિક જગતની પ્રપંચલીલા ભૂલી આત્માના એકાંતમાં પોતાના ને વિશ્વના અસ્તિત્વ વિશે ચિંતનમગ્ન બને છે. એમના જીવનમાં એવી ક્ષણોનું વર્ણન કરતાં ગાંધીજી લખે છેૹ “કોઈ કોઈ વખત આકાશના દર્શનમાં મગ્ન બની જાઉં છુ ં અને તે મને ઊંડા વિસ્મયથી ભરી દે છે. ભારતના ને ઇંગ્લંડના સ્વચ્છ ભૂરા આકાશમાં અચાનક ઘેરાઈ આવતાં વાદળ અને ગર્જના સાથે તૂટી પડતો વરસાદ જોઈ હં ુ આશ્ચર્યથી અવાક્ બની ગયો છુ .ં ”1 દક્ષિણ આફ્રિકામાં, તેઓ લખે છે, “લગભગ મારી આંખો ઉઘાડી રાખીને હં ુ બધા ભાગમાં ફરે લો છુ .ં ” અને એમ ફરતાં ગ્રામજીવનના પ્રેમીની નજરે ગાંધીજીએ ત્યાંની ફળદ્રુપ જમીન અને તેમાં ઊગતાં ફળો તથા ત્યાંનાં ગાય-બળદોનું નિરીક્ષણ કર્યું હતું ને નોંધ્યું હતું કે “કુ દરતે પોતાની 1. એજન, ૨૨ઃ૩૨૦ 160

બીજી બક્ષિસોની સાથે આ ભૂમિને સૃષ્ટિસૌંદર્યથી શણગારવામાં મણા નથી રાખી.”2 ભારતમાં પણ ગાંધીજીએ સૃષ્ટિસૌંદર્યનો આનંદ માણ્યો છે અને પ્રાચીન ઋષિઓની જ ેમ એમાંથી ધર્મજીવનની ને આત્મકલ્યાણની પ્રેરણા અનુભવી છે. કાશીમાં પંડિત મદનમોહન માલવીયના નિવાસસ્થાન પાસે ગંગાતીર ઉપર અરુણોદયનું દૃશ્ય જોઈ તેઓ લખે છે ઃ “એ જોતાં આંખ ધરાય જ નહીં ને ભક્તજનોના કંઠમાં તો ગાયત્રીનો મંત્ર તેની મેળે જ આવી ચડે. સૂર્યની ઉપાસના, નદીઓનો મહિમા, ગાયત્રીમંત્રનો અર્થ આ ભવ્ય દેખાવ પછી કંઈક વધારે સમજાયાં”.3 સને ૧૯૨૫ના માર્ચની ૧૪મીએ ગાંધીજી કન્યાકુ મારીના દર્શને ગયા હતા અને ત્યાં તેમણે સમુદ્રનાં મોજાંનું “સમાધિને પોષે” એવું “મંદ 2. ‘દ. આ. સ. ઇ.’, પૃ. ૬ 3. ‘ગાંધીજીનો અક્ષરદેહ’, ૧૭ઃ૫૭ [ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


અને મધુર વીણાગાન સાંભળી” ધર્મના સહસ્યનું અમૃતપાન કર્યું.1 એ આનંદનો ઉદ્રેક એટલો ઉત્કટ હતો કે બીજ ે દિવસે ‘નવજીવન’ માટે લખેલા લેખમાં તેનું વર્ણન કરતાં એમની કલમ ધ્રૂજી રહી હતી અને આંખ ભીની બની ગઈ હતી. “જ ેમ એક બાળક,” તેઓ લખે છે, “બહુ ખાવા ઇચ્છે પણ તે ખાવાની શક્તિ ન હોવાથી આંખમાંથી ચોધારાં આંસુ પાડે એવી જ કંઈક સ્થિતિ મારી છે. હં ુ લોભી છુ ,ં હં ુ ધર્મનો વિજય જોવા ને દેખાડવા અધીરો બન્યો છુ .ં ”2 સન ૧૯૨૯ના જૂ ન માસમાં તેઓ ‘અનાસક્તિયોગ’નું કામ એકાગ્રચિત્તે પૂરું કરવા અલમોડા ગયા હતા અને ત્યાં એમને “શ્વેત વસ્ત્ર પહે રી સૂર્યસ્નાન કરતા કરતા આનંદમાં લીન” બની ગયેલા “ઋષિરાજ” હિમાલયની “સમાધિ દ્વેષ કરવા જ ેવી” લાગી હતી.3 સન ૧૯૩૦ના યરવડા ખાતેના જ ેલનિવાસ દરમિયાન ગાંધીજીએ કાકાસાહે બ કાલેલકરની સંગતિમાં રાત્રે આકાશદર્શનનો શોખ કેળવ્યો અને ૧૯૩૨ના જ ેલનિવાસ દરમિયાન તેને પોષ્યો. આકાશના એ “મહાદર્શનમાં ઓતપ્રોત” બની તેઓ તારારૂપ ગણોને “ઈશ્વરનું મૂકસ્તવન” કરતા સાંભળે છે અને એક બાઇબલ વાક્યનો4 પડઘો પાડતા હોય તેમ કહે છેૹ “જ ેને આંખ હોય તે આ નિત્યનવો નાચ જુ એ. જ ેને કાન હોય તે આ અસંખ્ય ગાંધર્વોનું ગાન સાંભળે.”5 માનવદેહનું સૌંદર્ય પણ ગાંધીજી કોઈ શિલ્પીની દૃષ્ટિથી જોઈ શકતા. દક્ષિણ આફ્રિકાની ઝૂલુ પ્રજાના દેહસૌષ્ઠવનું ઉત્સાહપૂર્વક વર્ણન કરતાં તેઓ લખે 1. એજન, ૨૬ઃ૩૭૭ 2. એજન, ૨૬ઃ૨૮૫ 3. એજન, ૪૧ઃ૬૬ 4. “Let him who has eyes see, and him who has ears hear.” 5. ‘બાપુના પત્રો-૮ : શ્રી નારણદાસ ગાંધી’, ભાગ-૧, પૃ. ૩૪૧

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

ઝુલુ પ્રજાનું પ્રતિકાત્મક ચિત્ર

છે કે, “ ‘રૂપાળાં’ વિશેષણ હબસીઓને વિશે મેં ઇરાદાપૂર્વક વાપરે લું છે.” રૂપ વિશેના આપણા પ્રચલિત ખ્યાલોને “જો ઘડીભર બાજુ એ મૂકીએ તો ઝૂલુને ઘડીને બ્રહ્માએ કંઈ કચાશ રાખી હોય એમ આપણને નહીં લાગે.” ઝૂલુ સ્ત્રી ને પુરુષ બંનેની ઊંચાઈ અને ઊંચાઈને અનુરૂપ વિશાળ છાતી, તેમના ઘાટીલા સ્નાયુ, “માંસથી ભરે લાં” અને ગોળાકાર પિંડલીઓ તથા બાહુ, “ગોળ અને તેજસ્વી” આંખો, મોટા મોઢાને શોભે એવું ચપટુ ં ને મોટુ ં નાક તથા “સીસમ જ ેવી કાળી અને ચળકતી” ચામડીની ઉપર શોભી નીકળતા “માથાના ગૂંચળિયા વાળ”, એ સર્વના સૌંદર્યથી પ્રભાવિત થઈ ગાંધીજી લખે છેૹ “કુ દરત જ ે જ ે ઘાટો ઘડે છે તેમાં સૌંદર્ય જ હોય છે એવું માનીએ તો સૌંદર્ય વિશેના આપણા સાંકડા અને એકદેશીય વિચારોમાંથી બચી જઈએ.”6 આ સૌંદર્યદૃષ્ટિમાં વ્યક્ત થતી ગાંધીજીની 6. ‘દ. આ. સ. ઇ.’ પૃ. ૮-૯ 161


કવિચેતના એમના રોજિંદા જીવનવ્યવહારમાં પણ દેખાય છે. એમનો ચેતનાપ્રવાહ ભૂત ને ભવિષ્યના વિચારવમળોમાં ચક્રાવા લેવાને બદલે આશ્ચર્યજનક સાહજિકતાથી વર્તમાનમાં અસ્ખલિત વહે તો અને તેમનું ચિત્તતંત્ર દરે ક પસાર થતી ક્ષણની હકીકતો નોંધતું ને યાદ રાખતું. એમની આ શક્તિ ગાંધીજીને એક જન્મજાત પત્રલેખક બનાવે છે. અભ્યાસ માટે ઇંગ્લંડમાં હતા ત્યારે ત્યાંથી તેઓ ભારતમાં વડીલોને પાનાં ને પાનાં ભરીને પત્રો લખતા અને પોતાના રોજિંદા જીવનની અનેક વિગતો આપતા, અને તેથી મિત્રોને, સહકાર્યકર્તાઓને તથા સંબંધીઓને જ ે ખાનગી પત્રો લખતા તે મુદ્દાસર અને શક્ય એટલા ટૂ કં ા બનાવવાનો પ્રયત્ન કરતા. પણ એવા ટૂ કં ા પત્રોનેય તે માહિતીસભર બનાવતા અને પત્રવાચકની અપેક્ષા પૂરી કરે એવી બધી વિગતો આપવાની કાળજી રાખતા. જ ેલમાં બેઠલ ે ા શ્રી છગનલાલ જોશીને એમના કુ ટુબ ં ના, બીજી પરિચિત વ્યક્તિઓના અને આશ્રમના સમાચાર આપતા ત્રણ પાનાં જ ેટલા લાંબા પત્રને અંતે તેઓ લખે છે ઃ “આટલામાં ઠીક ઠીક આપી ચૂક્યો છુ .ં હજુ વધારે આપી શકું. પણ વખત ક્યાંથી લાવું?”1 આ વિધાન લાગુ પાડી શકાય એવા ગાંધીજીના બીજા ઘણા પત્રો મળી આવશે. જાહે ર જીવનની ગંભીર કટોકટીઓના સમયમાં, નિરાશાના વાદળથી ઘેરાયેલાં જીવનનાં છેલ્લાં બે વર્ષ દરમિયાન પણ, ખાનગી પત્રો લખવાનો ગાંધીજીનો રસ ચાલુ રહે લો, અને બહારની દુનિયામાં ઊછળી રહે લાં તોફાનનાં મોજાંઓની વચ્ચે પણ પત્રવાચક સિવાય જાણે કે એમને બીજા કોઈમાં રસ ન હોય એવી સ્વસ્થતાથી અને એકાગ્રતાથી તેઓ એ પત્રો લખતા. વ્યક્તિમાત્રમાં રસ લેવાની ગાંધીજીની આ શક્તિ એમની કવિચેતનાની સૌથી નોંધપાત્ર અભિવ્યક્તિ 1. ‘બાપુના પત્રો-૭ : શ્રી છગનલાલ જોશીને’, પૃ. ૨૩૨ 162

હતી. એમને માટે કોઈ માણસ બુદ્ધિથી સમજવાની કે બૌદ્ધિક વર્ગીકરણના ચોકઠામાં ગોઠવવાની વસ્તુ નહોતી. દરે ક વ્યક્તિ વિશે તેઓ માતા બાળક વિશે અથવા કળાકાર પોતાની કલ્પનામાં આકાર લઈ રહે લા પાત્ર વિશે અનુભવે છે એવો જીવનતત્ત્વના એક અદ્વિતીય (unique) આવિષ્કારનો ભાવ અનુભવતા અને હૃદયની સમગ્રતાથી તે વ્યક્તિ પ્રત્યે અભિમુખ બનતા. અને જ્યારે પણ કોઈ વ્યક્તિમાં તેઓ સત્યશીલતા કે ત્યાગશીલતાની અસાધારણ બક્ષિસનું દર્શન કરતા ત્યારે તેની પ્રત્યે તેઓ ઊંડો અહોભાવ કે ભક્તિભાવ અનુભવતા. દક્ષિણ આફ્રિકામાં જાણેલાં એવાં કેટલાંક સ્ત્રીપુરુષોનો પરિચય આપતાં ગાંધીજી લખે છેૹ “મારી માન્યતા પ્રમાણે તો દુનિયામાં એકે એવી જગ્યા નથી અને એકે એવી જાતિ નથી કે જ્યાં અથવા જ ેમાં યોગ્ય પ્રસંગ મળે અને સંસ્કાર પડે તો સુંદરમાં સુંદર મનુષ્યપુષ્પ ઉત્પન્ન ન થઈ શકે.”2 મનુષ્યપુષ્પો પ્રત્યેની ગાંધીજીની આ રસદૃષ્ટિનાં અનેક ઉદાહરણ ‘કલેક્ટેડ વર્ક્સ’ ને ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના ગ્રંથોમાંથી મળી રહે શે. ગાંધીજીની પ્રેમશક્તિ પણ એક કવિહૃદયની બક્ષિસ જ ેવી હતી. સન ૧૯૧૮ના મે માસમાં શ્રી મગનલાલ ગાંધીને લખેલા એક પત્રમાં ગાંધીજી પ્રેમની શક્તિનું વર્ણન કરતાં લખે છેૹ “તમારો પ્રેમ ટપકે છે પણ ટીપકે ટીપકે આવતો વરસાદ જ ેમ વ્યર્થ જાય છે, તેમ ઘણાને પ્રેમને વિશે હં ુ જોઉં છુ .ં ધારાબંધ પડતો વરસાદ જ જ ેમ ખેતરો રસતરબોળ કરે તેમ ધારાબંધ છૂટતો પ્રેમ જ વેરભાવને જીતશે.”3 પ્રેમ વરસાવવાની હૃદયની આવી શક્તિની કલ્પના ગાંધીજીને કદાચ એમના પોતાના અનુભવમાંથી આવી હશે. માતા પૂતળીબા ઉપર એમના બાળકહૃદયે 2. ‘દ. આ. સ. ઇ.’, પૃ. ૩૪ 3. ‘અક્ષરદેહ’, ૧૪ઃ૩૫૩ [ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


એવો પ્રેમ વરસાવ્યો હતો, અને એમની સેવા કરવાની અભિલાષા અતૃપ્ત રહે તાં ગાંધીજીએ એ પ્રેમ ભારતભૂમિને અને ભારતની જનતાને આપ્યો. સને ૧૯૧૪ના જુ લાઈ માસમાં હં મેશ માટે દક્ષિણ આફ્રિકા છોડતાં એક વિદાયસમારં ભમાં તેઓ કહે છેૹ “હં ુ હવે ભોગભૂમિમાંથી કર્મભૂમિમાં જાઉં છુ .ં મારો મોક્ષ હિં દ વિના બીજી જગો નથી. માણસે મોક્ષ મેળવવો હોય તો તેણે હિં દની પવિત્ર ભૂમિમાં જવું જ જોઈએ.”1 અને ભારત પહોંચ્યા પછી ત્રીજ ે દિવસે, ૧૧-૧-૧૯૧૫ના રોજ તેઓ મગનલાલ ગાંધીને લખે છેૹ “મુંબઈ પહોંચતાં જ્યારે કિનારો જોયો ત્યારે હર્ષનાં આંસુ આવેલાં. હજુ હર્ષઘેલો છુ .ં ”2 દક્ષિણ આફ્રિકા છોડતાં પહે લાં નાતાલના ખાણમજૂ રોની હડતાળ દરમિયાન ગાંધીજી ગરીબ, અશિક્ષિત જનતામાં ઈશ્વરનાં દર્શન કરી ચૂક્યા હતા. “આ ગરીબ માણસોના સંતોષનું હં ુ શું વર્ણન કરું?”— તેઓ લખે છે. “જ ે મળ્યું તેથી તેઓ સુખ માનતા. ભાગ્યે જ કોઈ રડતો જોવામાં આવતો. બધાના ચહે રા પર હાસ્ય ખીલી રહે લું હતું. મારે મન તો તેઓ તેત્રીસ કોટિ દેવતાઓમાંના હતા. સ્ત્રીઓ દેવીરૂપ હતી.”3 અને એ દેવદેવીઓની સેવાનું વ્રત લેતાં ગાંધીજીએ ગિરમીટિયાઓની એક સભામાં કહ્યું હતુંૹ “હં ુ તો તમારે માટે કામ કરીશ જ. તમારી ગિરમીટ એક માણસ સાથે પાંચ વર્ષની છે, પણ મારી ગિરમીટ ૩૦ કરોડ માણસો સાથેની જીવનપર્યંત છે. મારી એ સેવા હં ુ બજાવ્યા કરીશ અને તમને મારા હૃદયમાંથી નહીં ખસેડુ.ં ”4 પ્રેમપ્રેરિત આ સેવાદીક્ષા ગાંધીજી માટે સૌંદર્યાનંદના અનુભવ જ ેવી બની રહી. અંગ્રેજ કવિ કીટ્સે લખ્યું છેૹ “A thing of beauty is a joy for ever.” શ્રીનિવાસ શાસ્ત્રી 1. એજન, ૧૨ઃ૩૯૫ 2. એજન, ૧૩ઃ૪ 3. એજન, ૧૨ઃ૪૨૭-૮ 4. એજન, ૧૨ઃ૪૦૬

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

ઉપરના એક પત્રમાં એ પંક્તિનો પડઘો પાડતાં ગાંધીજી લખે છેૹ Performance of duty I have held always to be a thing of beauty and a joy for ever.5 યરવડા જ ેલમાંથી લખેલાં એક ગીતાપ્રવચનમાં પણ ગાંધીજી લખે છેૹ “યજ્ઞમય જીવનકળાની પરાકાષ્ઠા છે… તેમાંથી રસનાં નિત્ય નવાં ઝરણાં ફૂટ ે છે. માણસ તે પીતાં થાકતો નથી, ઝરણાં કદી સુકાતાં નથી.”6 ગાંધીજીનું ગદ્ય આવી કવિચેતનાનું સર્જન છે. એમનાં લખાણોમાં, કાનૂની કે રાજકીય મુસદ્દાઓમાં પણ, વિચારો બુદ્ધિથી પ્રયત્નપૂર્વક ગોઠવેલા હોય એમ લાગતું નથી, પરં તુ અંતઃપ્રેરણાને અનુસરતા હોય એમ નિશ્ચિત દિશામાં સહજ ગતિ કરતા હોય છે. વિચારપ્રવાહની આવી સાહજિકતાના ગદ્યને કવિની વાણીમાં હોય છે એની નિત્યનવીનતાનો સ્પર્શ આપે છે. જ ે વિચારો એમણે પ્રજા ને સરકાર સમક્ષ મૂક્યા હતા તેમનો વ્યાપ મર્યાદિત હતો, અને તેથી લગભગ પંચાવન વર્ષના સમયગાળા ઉપર પથરાયેલા એમના ઉદ્ગારોમાં અનેકરૂપે પુનરુક્તિ થતી દેખાય છે. પરં તુ દરે ક પ્રસંગે વિચારનો સંદર્ભ જુ દો હોય છે અને વિચારને રજૂ કરવાની ગાંધીજીની રીતમાં પણ સંદર્ભ ભિન્નતાને અનુરૂપ વાણીની ભિન્નતા હોય છે. પ્રેમાબહે ન કંટકને તા. ૩૧-૭-૧૯૩૪ના રોજ લખેલા એક પત્રમાં તેઓ કહે છેૹ “જન્મગાંઠ તો રોજ હોય છે. રોજ જન્મીએ છીએ ને રોજ મરી ફરી જન્મીએ છીએ.”7 આ રીતે નિત્ય પુનર્જન્મ પામતી ગાંધીજીની સંવેદનશીલતા એમના ગદ્યને અંત સુધી ચેતનવંતું રાખે છે અને એમની સતત વિસ્તરતી રહે લી વિચારક્ષિતિજોનું પારદર્શક માધ્યમ બનાવે છે. [ક્રમશઃ] 5. ‘કલેક્ટેડ વર્ક્સ’, ૫૫ઃ૩૮૨ 6. ‘ગીતાબોધ’, પૃ. ૨૩ 7. ‘બાપુના પત્રો-૫ : કુ . પ્રેમાબહે ન કંટકને’, પૃ. ૨૦૩ 163


ગાંધીજીના જીવનમાં હિંદુ-મુસલમાન સંબંધો : ભારત પાછા ફરતાં પહે લાં ઉર્વીશ કોઠારી

હિં દુ-મુસલમાન એકતા ગાંધીજીના જીવનનાં વાતનો આરં ભ ગાંધીજીએ તેમના દાદા ઉત્તમચંદ

મહત્ત્વનાં ત્રણ કાર્યોમાંનું એક ગણાય છે (બાકીનાં બેઃ અસ્પૃશ્યતાનિવારણ અને સ્વરાજ). હિં દુ મુસલમાન વિખવાદના મુદ્દે ગાંધીજીને સફળતા ઓછી ને નિષ્ફળતા ઘણી મળી છે. એક હિં દુ અંતિમવાદી દ્વારા થયેલી તેમની હત્યા એ હકીકતની પરાકાષ્ઠા છે. હિં દુમુસલમાન સંબંધો અંગેના ગાંધીજીના ઘણા અભિપ્રાય હવામાંથી ઉપાડી લેવાયેલા અથવા ઇરાદાપૂર્વક ફે લાવાયેલાં જૂ ઠાણાં છે. એ સંદર્ભે ગાંધીજીની અહિં સાનાં પણ સગવડિયાં અર્થઘટન હજુ થતાં રહે છે. પરં તુ આ મુદ્દે ગાંધીજીનો અભિગમ સમજવા માટે તેમના ઘડતરની પ્રક્રિયા પર નજર નાખવી જરૂરી છે. ગાંધીજી ૧૯૧૫ના જાન્યુઆરીમાં ભારત આવ્યા, ત્યારે તેમની ઉંમર ૪૬ વર્ષની હતી. જીવનના આ સાડા ચાર દાયકામાં તેમના મન પર હિં દુમુસલમાન સંબંધોને લઈને અનેક છાપ અને સંસ્કાર પડ્યાં હતાં અને અભિપ્રાયો પણ બંધાયા હતા. સ્વદેશાગમન પછી તેમણે ૧૯૧૯માં ‘નવજીવન’ સાપ્તાહિક શરૂ કરવાના મુખ્ય ઉદ્દેશોમાં એક તેમણે હિં દુ-મુસલમાન એકતાનો પણ દર્શાવ્યો હતો.1 નવજીવનમાં જ હપ્તાવાર શરૂ થયેલી આત્મકથામાં 1. ગાંધી, મોહનદાસ. ૭ સપ્ટેમ્બર, ૧૯૧૯. ‘અમારો ઉદ્દેશ’ નવજીવન. પૃ.૩ 164

ઉર્ફે ઓતા ગાંધીથી કર્યો છે અને તે ટેકીલા હોવાનું નોંધ્યું છે.2 તેમની સાથે બનેલો એક પ્રસંગ પ્રભુદાસ છગનલાલ ગાંધીએ જીવનનું પરોઢમાં નોંધ્યો છે. “ગાંધીજીના દાદા, પોરબંદરના દીવાન ઉત્તમચંદ– ઓતાબાપાને એક વાર રાજ સાથે સંઘર્ષનો પ્રસંગ આવ્યો અને રાણીએ ઓતાબાપાના ઘરે લશ્કરી ટુકડી મોકલી, ત્યારે ઓતાબાપાના ઘરના દરવાજ ે આરબ અંગરક્ષકોની ટુકડી હતી. આરબોએ બાપાને કહી દીધું કે અમારા બધાનાં માથાં વધેરાયા પછી જ આપને કોઈ હાથ અડાડી શકશે.”3 ગાંધીજીનું કુ ટુબ ં વૈષ્ણવ, પણ તેમનાં માતા પૂતળીબાઈ પ્રણામી સંપ્રદાયનાં હતાં. આ સંપ્રદાય હિં દુ અને ઇસ્લામધર્મોના સમન્વય જ ેવો ગણાય છે. કેટલાક રૂઢિચુસ્તો પ્રણામી સંપ્રદાયના અનુયાયીઓને પ્રચ્છન્ન મુસ્લિમ પણ કહે તા હતા. તેમની પ્રાર્થના કરવાની રીત મુસ્લિમોની બંદગી કરવાની રીત સાથે મળતી આવતી હતી.4 અલબત્ત, ગાંધીજીએ આત્મકથામાં તેમની

2. ગાંધી, મોહનદાસ. ૨૦૧૪. સત્યના પ્રયોગો અથવા આત્મકથા. પૃ.૩ 3. ગાંધી, પ્રભુદાસ. ૧૯૪૮. જીવનનું પરોઢ. પૃ.૧૪ 4. દેસાઈ, નારાયણ. ૨૦૧૩. મારું જીવન એ જ મારી વાણી. (પ્રથમ ખંડ). પૃ.૧૩ [ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


માતાના પ્રણામી સંપ્રદાયની કે પોતાના પર તેની કોઈ છાપ પડી હોય એવું લખ્યું નથી. ચોથા ધોરણમાં તેમને સંસ્કૃત અને ફારસી એ બંનેમાંથી એક વિષય પસંદ કરવાનો પ્રશ્ન આવ્યો. વિષય સહે લો ધારીને વિદ્યાર્થી મોહનદાસ એક દિવસ ફારસીના વર્ગમાં જઈને બેઠા, ત્યારે તેમના સંસ્કૃતના શિક્ષકે દુઃખી થઈને મોહનદાસને બોલાવ્યા અને કહ્યું, “તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા નહીં શીખે? તને જ ે મુશ્કેલી હોય તે મને બતાવ …”1 શરમાઈને ગાંધીજી ફરી સંસ્કૃતના વર્ગમાં બેઠા. તે બહુ આગળ ન વધી શક્યા, પણ એટલું તો નોંધ્યું, “પાછળથી હં ુ સમજ્યો કે કોઈ પણ હિં દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહે વું જોઈએ.” એ જ પ્રકરણમાં ઉચ્ચશિક્ષણમાં અરબી-ફારસી શીખવવી જોઈએ, એવી હિમાયત પણ કરી હતી.2 બાળપણમાં શેખ મહે તાબ સાથે મોહનદાસની દોસ્તી એકથી વધુ દુઃખદ પ્રસંગ માટે કારણભૂત બની. તેમાં માંસાહાર, વેશ્યાવાડે ગયા પછી શરમાઈને પાછા આવવાની ઘટના તથા પત્ની પ્રત્યે વહે માઈને તેને દુઃખ દેવાનો સમાવેશ થાય છે.3 આત્મકથામાં ગાંધીજીએ એ મિત્રનું નામ લખ્યું નથી અને મિત્રના આ પ્રકારના વલણને તેમના મુસલમાન હોવા સાથે સાંકળ્યું નથી. આ જ શેખ મહે તાબ દક્ષિણ આફ્રિકામાં થોડો સમય તેમની સાથે, તેમના ઘરમાં રહ્યા, ત્યારે તેમનો માઠો અનુભવ ગાંધીજીને થયો. આત્મકથામાં તેમણે ‘ઘરકારભાર’ પ્રકરણમાં ‘એક સાથી’ તરીકે શેખ મહે તાબના નામ વિના એ અનુભવ લખ્યો છે. આ જ મહે તાબ પછી 1. ગાંધી, મોહનદાસ. ૨૦૧૪. સત્યના પ્રયોગો અથવા આત્મકથા. પૃ.૧૫ 2. એજન. પૃ.૧૬ 3. એજન. પૃ.૧૯-૨૧

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

સત્યાગ્રહમાં ગાંધીજીના ખરા સાથી બન્યા4. ઇન્ડિયન ઓપિનિયનમાં સત્યાગ્રહ અને સત્યાગ્રહીઓ વિશેની તેમની કવિતાઓ પ્રગટ થતી હતી5 અને મહે તાબનાં પત્ની ૧૯૧૩ના સત્યાગ્રહમાં ભાગ લેનાર પહે લાં મુસ્લિમ મહિલા હતાં.6 પિતા કરમચંદ ગાંધી સપરિવાર પોરબંદરથી રાજકોટ સ્થાયી થયા, ત્યારે તેમના મુસલમાન અને પારસી મિત્રો પણ હતા. તે ઘરે આવે, પોતપોતાના ધર્મની વાતો કરે . કરમચંદ ગાંધી એ ‘માનપૂર્વક’ અને ‘રસપૂર્વક’ સાંભળે. “આ બધા વાતાવરણની અસર મારા ઉપર એ પડી કે સર્વ ધર્મો પ્રત્યે મારામાં સમાનભાવ પેદા થયો.’7 બ્રિટનથી બૅરિસ્ટર બનીને પાછા આવ્યા પછી મુંબઈમાં ને પછી રાજકોટમાં સ્વમાન અને સ્વતંત્રતા જાળવીને વકીલાત કરવાનું અઘરું લાગતું હતું, ત્યારે તેમને દક્ષિણ આફ્રિકામાં મોટો વેપાર ધરાવતા મેમણ દાદા અબ્દુલ્લાની પેઢીનું કાનૂની અને કંઈક અંશે નવોદિત માટે હોય એવું કામ મળ્યું. દાદા અબ્દુલ્લાના ભાગીદાર શેઠ અબદુલ કરીમ ઝવેરીએ બૅરિસ્ટર મોહનદાસને કહ્યું કે તમારે રહે વાનું અમારા બંગલામાં જ થશે.8 એ વખતે એક મુસલમાનના ઘરમાં રહે વા અંગેનો કોઈ ખચકાટ મનમાં ઊગ્યો હોય એવું ‘આત્મકથા’માં નોંધાયું નથી. દાદા અબ્દુલ્લાને “ઇસ્લામનું અભિમાન હતું … અરબી ન આવડતું, છતાં કુ રાનશરીફની અને સામાન્ય રીતે ઇસ્લામી ધર્મસાહિત્યની માહિતી સારી ગણાય. દૃષ્ટાંતો તો હાજર હોય. તેમના સહવાસથી મને 4. એજન પૃ. 139-142 5. Guha, Ramchandra. 2013. Gandhi Before India. London : Allen Lane p.323 6. ibid, p . 470 7. ગાંધી, મોહનદાસ. ૨૦૧૪. સત્યના પ્રયોગો અથવા આત્મકથા. પૃ.૨૯ 8. એજન. પૃ.૮૯ 165


ઇસ્લામનું વ્યાવહારિક જ્ઞાન ઠીક મળ્યું. અમે એકબીજાને ઓળખતા થયા, ત્યાર પછી તે મારી સાથે ધર્મચર્ચા પુષ્કળ કરતા.”1 દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તી મિત્રોની સાથે મુસલમાન સંપર્કો પણ હતા. દાદા અબ્દુલ્લા તેમને ઇસ્લામનો અભ્યાસ કરવા લલચાવતા હતા. એટલે, પહે લી વાર તેમણે “સેલનું કુ રાન ખરીદીને તે વાંચવાનું ચાલુ કર્યું.”2 દક્ષિણ આફ્રિકાથી ૧૮૯૬માં છ મહિના માટે ભારત પાછા આવતાં સ્ટીમરમાં ડેકના ઉતારુઓમાંથી એક મુનશી શોધીને તેની પાસે ઉર્દૂ શીખવાનો પ્રયાસ કર્યો.3 નાતાલ(દક્ષિણ આફ્રિકા)માં ભારતીયોની મતાધિકારની માગણીના મુદ્દે અંગ્રેજ સરકારે ફૂટ પડાવવાની કોશિશ કરી, ત્યારે પણ ગાંધીજીએ તેનો સાફ વિરોધ કર્યો હતો. અને લખ્યું હતું કે “હિં દુઓને મુસલમાનોની સામે લડાવવાનો આ સૌથી તોફાની પ્રયાસ” છે.4 દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ જનરલ સ્મટ્સ સાથે સમાધાન કર્યું, ત્યારે તેમને કેટલાક પઠાણોની નારાજગીનો ભોગ બનવું પડ્યું હતું. એ સિલસિલામાં જાહે રજીવનમાં ગાંધીજી પર પહે લો હુમલો ૧૯૦૮માં મીર આલમખાન નામના પઠાણે કર્યો હતો.5 એ જ મીર આલમખાન પછી દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના સત્યાગ્રહનો સાથી બન્યો, તેની ધરપકડ થઈ અને તેને ભારત પાછો મોકલી આપવામાં આવ્યો.6 ૧૯૦૮માં બ્રિટનથી દક્ષિણ આફ્રિકા પાછા ફરતી વખતે સ્ટીમર-મુસાફરીમાં તેમણે ‘હિં દ સ્વરાજ્ય’નું 1. એજન. પૃ.૯૪ 2. એજન. પૃ.૧૨૦ 3. એજન. પૃ.૧૪૨ 4. Guha, Ramchandra. 2013. Gandhi Before India. London : Allen Lane p. 98 5. ibid, p. 274 6. ibid, p. 328 166

લખાણ લખ્યું, જ ે તેમનું પત્રકારત્વનું પહે લું સાહસ, ઇન્ડિયન ઓપિનિયન સાપ્તાહિકમાં હપ્તાવાર છપાયું. ભારતની જમીની સ્થિતિથી ઝાઝા પરિચિત નહીં એવા ગાંધીજીનો હિં દુ-મુસલમાન સંબંધો અંગેનો પરિચય ત્યારે મુખ્યત્વે દક્ષિણ આફ્રિકાકેન્દ્રી હતો, ત્યારે પણ તેમણે વ્યક્ત કરે લા અભિપ્રાયો પાકા હતા. પછીનાં વર્ષોમાં હિં દુ-મુસલમાન સંબંધો અને વિખવાદ અંગે ગાંધીજીનાં મોટા ભાગનાં મહત્ત્વનાં વલણનું દર્શન હિં દ સ્વરાજ્યનાં પ્રકરણ ‘હિં દુસ્તાનની દશા(ચાલુ)’માં થાય છે. જ ેમ કે, હિં દ સ્વરાજ્યમાં ગાંધીજીએ લખ્યું હતું, “… આપણને પસંદ ન પડે એવો ધર્મ સામેનો માણસ પાળતો હોય તોપણ આપણે તેની સામે વેરભાવ ન રાખવો ઘટે; આપણે તેની સામે જબરદસ્તી ન કરીએ.”7 પણ ૧૯૧૪માં તેમણે દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યારે મુસલમાનો સાથેના તેમના સંબંધોનું સરવૈયું મિશ્ર રહ્યું. તેમણે ઘણા મુસલમાન શુભેચ્છકો, સાથીદારો મેળવ્યા, તો મુસલમાનો દ્વારા તેમની હત્યાનાં કાવતરાં ઘડાયાંની વાતો પણ ત્યાં બની. ૧૯૦૯માં જોહાનિસબર્ગમાં કેટલાક પઠાણોએ તેમની હત્યાનું કાવતરું કર્યું હોવાનું તેમણે જાણ્યું, ત્યારે મગનલાલને તેમણે લખ્યું હતું કે તેમના દેશવાસીના હાથે મળનારા મોતને તે આવકારશે. કારણ કે તે “હિં દુઓ અને મુસલમાનોને જોડશે.”8 ૧૯૧૪ના માર્ચમાં કેટલાક મુસલમાનો તરફથી તેમની હત્યાનું કાવતરું ઘડાયું હોવાની પણ વાત આવી. ત્યાં આવેલી તપાસસમિતિ ફક્ત એક જ પત્નીને મંજૂરી આપશે, એવું ટ્રાન્સવાલના મુસલમાન વેપારીઓને જાણવા મળ્યું. તેમાં એમને પોતાના ધર્મનો ભંગ થતો લાગ્યો અને ગાંધીએ તેમનાં હિતો તથા તેમના ધર્મના મામલે છેતરપિંડી કરી હોય 7. ગાંધી, મોહનદાસ. ૨૦૦૬ હિં દસ્વરાજ્ય. પૃ.૨૮ 8. Guha, Ramchandra. 2013. Gandhi Before India. London : Allen Lane p.544 [ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


એવું લાગ્યું. ગાંધીજીએ ૧૧ માર્ચ, ૧૯૧૪ના રોજ તેમના ભત્રીજા છગનલાલ ગાંધીને એક પત્રમાં આ સંભવિત કાવતરાં વિશે જાણ કરી અને લખ્યું કે “એવું થાય તો એ મારા જીવનનો આવકાર્ય અને યોગ્ય અંત બની રહે શે.” પોતાની હત્યા થાય, તો કુ ટુબ ં ીજનોએ શું કરવું, તેની સૂચનાઓ સુધ્ધાં તેમણે આપી દીધી હતી.1 વિવિધ ધર્મો વિશેની વ્યાખ્યાનમાળામાં ઇસ્લામ વિશેના તેમના વ્યાખ્યાનમાં નીચલી ગણાતી જ્ઞાતિના હિં દુઓને મુસલમાન બનાવવામાં આવ્યા હતા, એ મતલબના તેમના નિવેદનથી ઘણા મુસલમાનો નારાજ થયા હતા. ગાંધીજીએ તેમના વિરોધને ‘ઇન્ડિયન ઓપિનિયન’ના પાને પ્રગટ કર્યો અને પોતાનું વલણ પણ પકડી રાખ્યું કે નીચલી જ્ઞાતિના હિં દુઓએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હોય, તો તે ઇસ્લામ માટે ગૌરવ લેવા જ ેવું ગણાય.2 કોમી એકતા વિશે બ્રિટન અને આફ્રિકાનાં વર્ષોના પોતાનાં વલણ વિશે તેમણે પછીથી લખ્યું હતું, “૧૮૮૯માં હં ુ જુ વાનિયા તરીકે વિલાયત ગયો, ત્યારે પણ મને એને વિશે આજ ે જ ેટલી જાગૃત શ્રદ્ધા છે, તેટલી જ હતી. ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા ગયો, ત્યારે પણ મેં મારા જીવનનું પ્રત્યેક પગલું એ ઐક્યને કેન્દ્રમાં રાખીને ઘડ્યું હતું. આવો દૃઢમૂળ પ્રેમ આખા જગતનું રાજ્ય મળતું હોય તોપણ ત્યજી શકાય એમ નથી.”3 બાળપણથી તે આ બાબતે કેવા સભાન હતા

એ પણ તેમણે કહ્યું હતું, “હિં દુ-મુસ્લિમ એકતા કંઈ નવી વાત નથી. લાખો હિં દુઓ અને મુસલમાનો એ ઝંખે છે. છેક બાળપણથી હં ુ એને માટે મથતો આવ્યો છુ .ં હં ુ જ્યારે નિશાળમાં હતો, ત્યારે મેં મુસલમાન અને પારસી છોકરાઓની દોસ્તી ચાહીને કરી હતી. તે કુ મળી વયથી હં ુ માનતો થયો હતો કે હિં દુસ્તાનમાં હિં દુઓએ બીજી કોમો સાથે સુલેહસંપથી રહે વું હોય, તો તેમણે પાડોશીધર્મનું બરોબર પાલન કરવું જોઈએ. હિં દુઓ સાથે મહોબ્બત કરવા હં ુ ખાસ કશું ન કરું તોયે વાંધો નહીં, પણ થોડાઘણા મુસલમાનો જોડે તો મારે મિત્રાચારી હોવી જ જોઈએ, એવું હં ુ સમજતો હતો.”4 દક્ષિણ આફ્રિકામાં મુખ્ય5 અસીલ દાદા અબ્દુલ્લાથી માંડીને બીજા ઘણા મુસલમાનો સાથે તે કામ પાડી ચૂક્યા હતા. એ સંદર્ભે હિં દુ-મુસલમાન સંબંધોનું મૂલ્યાંકન કરતાં ગાંધીજીએ લખ્યું હતું, “હિં દુ-મુસલમાન વચ્ચે ખરી મિત્રાચારી નથી એ તો હં ુ દક્ષિણ આફ્રિકામાં જ સમજી ગયો હતો. બંનેની વચ્ચેની ખટાશ મટે તેવો એક પણ ઉપાય હં ુ ત્યાં જતો ન કરતો. ખોટી ખુશામત કરી કે સ્વત્વ ગુમાવી તેમને કે કોઈને રીઝવવા એ મારા સ્વભાવમાં નહોતું. પણ ત્યાંથી જ હં ુ સમજતો આવ્યો હતો કે મારી અહિં સાની કસોટી ને તેનો વિશાળ પ્રયોગ આ ઐક્યને અંગે થવાનાં છે.”5 e-mail : uakothari@gmail.com

1. ibid, p . 512 2. ibid, p. 182 3. ગાંધી, મોહનદાસ. ૨૩ ફે બ્રુઆરી, ૧૯૩૦. ‘પ્રશ્નોત્તરી’ નવજીવન.

4. ગાંધી, મોહનદાસ. ગાંધીજીનો અક્ષરદેહ ૭૬. પૃ. ૪૦૫ 5. ગાંધી, મોહનદાસ. ૨૦૧૪. સત્યના પ્રયોગો અથવા આત્મકથા. 

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

167


સત્યજીવીના સત્યાગ્રહાશ્રમનું સ્મરણ

સૌ. : ક્રિએટિવયાત્રા

ડૉ. અશ્વિનકુ માર

દક્ષિણ આફ્રિકામાં સફળ સત્યાગ્રહ કર્યા બાદ, કર્મવીર ગાંધીભાઈ

૦૯-૦૧-૧૯૧૫ના રોજ સ્વદેશ પરત થયા. તેઓ રાજકીય માર્ગદર્શક ગોપાલકૃ ષ્ણ ગોખલેની સલાહને અનુસર્યા. આથી, તેમણે ભાષણને નહીં, પણ ભ્રમણને મહત્ત્વ આપ્યું. વિદેશી શાસન ઉપર ફરી વળતાં પહે લાં, ગાંધીજી સ્વદેશની જમીન ઉપર ફરી વળ્યા હતા. સ્વામી શ્રદ્ધાનંદજીની માગણી હતી કે ગાંધી હરદ્વારમાં વસે. કલકત્તાના કેટલાક મિત્રોની સલાહ હતી કે ગાંધી વૈદ્યનાથધામમાં વસે. કેટલાક મિત્રોનો ભારે આગ્રહ હતો કે ગાંધી રાજકોટમાં વસે. પણ જ્યારે તેઓ અમદાવાદમાંથી પસાર થયા ત્યારે ઘણા મિત્રોએ અમદાવાદ પસંદ કરવા કહ્યું, ને આશ્રમનું ખર્ચ તેમણે જ ઉપાડી લેવાનું બીડુ ં ઝડપ્યું. મકાન શોધી દેવાનું પણ તેમણે જ કબૂલ કર્યું. મોહનદાસ કરમચંદ ગાંધી સત્યના પ્રયોગો (પુનર્મુદ્રણ એપ્રિલ, ૧૯૯૩; પૃષ્ઠ ૩૭૮)માં ‘આશ્રમની સ્થાપના’ શીર્ષક તળે લખે છે : “અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી. હં ુ ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારે માં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેં ટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢ્ય લોકો ધનની વધારે મદદ દઈ શકશે એ પણ આશા હતી.”

168

[ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


દિનવારીનાં પાનાંમાંથી હળવેથી પસાર થઈએ તો ગાંધીજીનાં પોત અને પ્રતિભાનો પાકો પરિચય મળી રહે . કાઠિયાવાડી પહે રવેશના એ દિવસોમાં, ગાં.મો.ક.ને અમદાવાદે કેવો આવકાર અને આદર આપ્યો હશે એની ઝીણી જાણકારી ઝડપથી મેળવી લઈએ. મુંબઈમાં નવથી પંદર જાન્યુઆરી, ૧૯૧૫નું એ પ્રથમ અઠવાડિયું વ્યસ્ત કાર્યક્રમોમાં ગાળ્યા બાદ, મુંબઈથી રાજકોટ જવા નીકળેલા ગાંધીનું સોળ જાન્યુઆરીની સવારે અમદાવાદના રે લમથકે સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં ડૉ. હરિપ્રસાદ દેસાઈ સાથે પ્રથમ મેળાપ થયો. રાજકોટથી ધોરાજી, પોરબંદર, ગોંડળ, અને ત્યાંથી રાજકોટ થઈને પહે લી ફે બ્રુઆરી, ૧૯૧૫ની સાંજ ે અમદાવાદ આવેલા ગાંધીનો સત્કાર થયો અને સરઘસ નીકળ્યું. હરખઘેલા માણસો તો ગાંધી જ ે મોટરમાં બેઠા હતા તેને ખેંચવા માગતા હતા. પણ વાહનમાં જ બેસી રહે એ મોહન શેના?! આથી, ગાંધીએ ચાલવા માંડ્યું એટલે પછી હરખવીરોએ તેમને મોટરમાં બેસવા દીધા. તેમનો ઉતારો શેઠ મંગળદાસને ત્યાં હતો. બીજી ફે બ્રુઆરીએ અમદાવાદમાં તેમનાં સન્માનમાં સરઘસ-સભા-સમારોહ યોજાયાં હતાં. સ્ત્રીઓ તરફથી હાટકેશ્વર મહાદેવ મુકામે કસ્તૂરબાને અને સર ચીનુભાઈના પ્રમુખપદે મનસુખભાઈની વાડીમાં મોહનદાસને માનપત્ર આપવામાં આવ્યું હતું. એ દિવસે તેમણે દક્ષિણ આફ્રિકાની લડતના સાથી સુરેન્દ્ર મેઢને ત્યાં ભોજન લીધું હતું અને અમદાવાદમાં સ્થાયી થવા સારુ શહે રના અગ્રેસરો સાથે વાતચીત પણ કરી હતી. ત્રીજી ફે બ્રુઆરીના દિવસે શહે રમાં ગાંધીના માનમાં ચા-પાણીનો જાહે ર મેળાવડો હતો. તેમણે એક ટંકનું ભોજન શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં અને બીજા ટંકનું ભોજન સર ચીનુભાઈને ત્યાં લીધું હતું. શેઠ મંગળદાસના પ્રમુખપદે યોજાયેલા नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

કાર્યક્રમમાં, ગાંધીને મોઢ જ્ઞાતિ તરફથી માનપત્ર એનાયત થયું હતું. એ દિવસે ગાંધીએ અમદાવાદમાં મહીપતરામ અનાથાશ્રમ અને વનિતા વિશ્રામ, સ્વદેશી સ્ટોર અને આયુર્વેદિક ફાર્મસી, શાહઆલમના રોજા અને દાદાભાઈ વાચનાલય વગેરેની મુલાકાત પણ લીધી હતી. તેઓ આશારામ દલીચંદ શાહ તથા સ્વામી અખંડાનંદને મળવા ગયા હતા. ગાંધીજી આશ્રમ માટે જમીન જોવા પણ ગયા હતા. ગાંધીએ અમદાવાદમાં આશ્રમ સારુ મકાનની શોધ આદરી. ગાંધીને અમદાવાદમાં વસાવવામાં અગ્રભાગ લેનાર બારિસ્ટર જી. વ્ર. દેસાઈ હતા. ગાંધી ૧૧ મે, ૧૯૧૫ના રોજ જીવણલાલ વ્રજરાય દેસાઈ સાથે કોચરબમાં આવેલું એમનું મકાન જોવા ગયા. આ એ જ મકાન હતું જ ેને ભાડે લઈને ગાંધીએ પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો. મોહનદાસે ખરચ વગેરેનો તારીજો કરીને શેઠ મંગળદાસને આપ્યો. ધર્મવીર ગાંધીએ ૧૯૧૫માં મે મહિનાની વીસમીએ નવા ઘરે એટલે કે કોચરબ આશ્રમમાં ટોપી પહે રીને વાસ્તુ કર્યું. તેઓ બાવીસમીએ ત્યાં રહે વા ગયા. તેમણે પચીસમીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી. ગાંધીજીની દિનવારી (સંવર્ધિત આવૃત્તિ ૧૯૯૦, પૃ. ૧૩)માં સંગ્રાહક ચંદુલાલ ભગુભાઈ દલાલ પચીસમી મે, ૧૯૧૫ના રોજ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના અંગે પાદનોંધ કરે છે કે, “આને માટે કોઈમાં ૨૦મી તારીખ છે, કોઈમાં ૨૨મી છે અને કોઈમાં ૨૩મી છે. પરં તુ ઘણાખરા આધારોમાં તા. ૨૫મી છે. તેથી એ માન્ય રાખી છે.” ઘર હોય કે બાળક, સ્વૈચ્છિક સંસ્થા હોય કે સરકારી યોજના હોય–આપણે ત્યાં નામ પાડવા અંગેની મૂંઝવણ મીઠી પણ મોટી હોય છે! વળી, અહીં તો કર્તા તરીકે ગાંધી અને કર્મ તરીકે આશ્રમ છે! આશ્રમને અપાયેલા અજોડ નામ અંગે સજ્જડ કારણ આપતાં ગાંધી આત્મકથા (પૃ. ૩૭૯)માં લખે 169


સેવાની પદ્ધતિનો ભાવ સહે જ ે આવી જતો હતો.” ઈ. સ. ૧૯૧૫ના એ નિર્ણાયક સમયખંડમાં, ગાંધીને અમદાવાદમાં શેઠ મંગળદાસ ગીરધરદાસ, શેઠ અંબાલાલ સારાભાઈ, સર ચીનુભાઈ થકી આવકાર-આતિથ્ય-અનુકૂલન સાંપડ્યાં હતાં. આપણા મહાજનોની ઉદાત્ત સખાવત આજ ે તો કોર્પોરે ટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (મહાધનગૃહ સામાજિક જવાબદારી) ઉર્ફે સી.એસ.આર. જ ેવા શબ્દપ્રયોગમાં જ સીમિત થઈ ગઈ છે. સત્યાગ્રહાશ્રમના સ્મરણટાણે, હે મારા ભારત, તું ગાંધીજીના રસ્તે કોશિયાનો વિકાસ કરીશ ને?!

છે : “આશ્રમનું નામ શું રાખવું એ પ્રશ્ન તુરત ઊઠ્યો. મિત્રોની સાથે મસલત કરી. કેટલાંક નામો મળ્યાં. સેવાશ્રમ, તપોવન, વગેરે સૂચવાયાં હતાં. સેવાશ્રમ નામ ગમતું હતું. પણ તેમાં સેવાની રીતની ઓળખ નહોતી થતી. તપોવન નામ પસંદ ન જ કરાય, કેમ કે જોકે તપશ્ચર્યા પ્રિય હતી છતાં એ નામ ભારે પડતું લાગ્યું. અમારે તો સત્યની પૂજા, સત્યની શોધ કરવી હતી, તેનો જ આગ્રહ રાખવો હતો, અને દક્ષિણ આફ્રિકામાં જ ે પદ્ધતિનો મેં ઉપયોગ કર્યો હતો તેની ઓળખ ભારતવર્ષમાં કરાવવી હતી, અને તેની શક્તિ ક્યાં લગી વ્યાપક થઈ શકે તે જોવું હતું. તેથી મેં અને સાથીઓએ સત્યાગ્રહાશ્રમ નામ પસંદ કર્યું. તેમાં સેવાનો અને

e-mail: ashwinkumar.phd@gmail.com 

“જીવનમાં શીખવાનું તે માત્ર અમુક ઉદ્યોગો કે અમુક કળાકારીગરી કે અમુક તર્ક જ નથી. પણ જન્મની સાથે જડ ઘાલીને બેઠલ ે ી જૂ ની સૂગો અને જૂ ના હઠીલા પૂર્વગ્રહોથી મુક્ત થવાનું છે, કદી ન કરે લ નવા વિચારો લોહીમાં ઉતારી દેવાના છે, નવી શ્રદ્ધાઓ હૃદયમાં સ્થાપવાની છે, અને તે પ્રમાણે આચરતાં માથું આપવાનું શૌર્ય કમાવાનું છે. એ સામાન્ય શાળા કે ઉદ્યોગશાળા આપી શકે નહીં. તે માટે આશ્રમજીવનની જરૂર છે.” જુ ગતરામ દવે [આત્મરચના અથવા આશ્રમી કેળવણી]

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા જૂ ન-જુ લાઈ, ૨૦૧૮

નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી સુનિલભાઈ ર. પટેલ, સ્ટોર વિભાગ, •

જ. તા.  ૦૧-૦૬-૧૯૬૧

શ્રી બાબુભાઈ બ. ચૌહાણ, એસ્ટેટ વિભાગ,

•  ૨૦-૦૬-’૬૮

શ્રી મણિલાલ મ. સોલંકી, એસ્ટેટ વિભાગ,

•  ૦૧-૦૬-’૬૮

શ્રી ઘનશ્યામભાઈ કાં. દવે, ઓફસેટ વિભાગ

•  ૨૫-૦૬-’૬૦

શ્રી વસંતભાઈ સુ. રાણા, બાઇન્ડિંગ વિભાગ,

•  ૦૪-૦૬-’૬૧

સુશ્રી ભાવનાબહે ન ર. પંચાલ, પ્રકાશન વિભાગ

•  ૦૨–૦૭–’૬૬

શ્રી વિનોદભાઈ ર. ભાવસાર, ઓફસેટ વિભાગ,

•  ૧૫-૦૬-’૬૧

શ્રી શિવાભાઈ શા. પરમાર, પ્રકાશન વિભાગ,

•  ૧૭–૦૭–’૫૭

શ્રી વિવેક જિ. દેસાઈ, મૅનેજિગં ટ્રસ્ટી,

170

•  ૩૧–૦૭–’૬૭

[ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજી વિશે નેહરુ રામનારાયણ ચોધરી વિચારભેદ હોવા છતાં એકમેક સાથે કામ કરવું અને ખુલ્લા દિલે જ ે કહે વું હોય તે કહી દેવું તે કળા આજ ે તો અલોપ થઈ ચૂકી છે. પણ ગાંધીયુગની તે વિશેષતા રહી છે, જ્યાં જ ેણે પોતાના સાથી વિશે જ ે અનુભવ્યું તે શબ્દો ચોર્યા વિના કહ્યું છે. અને તેના દાખલા તે કાળના તમામ નેતાઓનાં લખાણ-પત્રોમાં જોવા મળશે. અહીંયાં પ્રસ્તુત જવાહરલાલ નેહરુની મુલાકાત રામનારાયણ ચોધરીએ લીધી છે, તેમાં મહદંશે ગાંધીજી અંગે પ્રશ્નો પૂછાયા છે. આ પ્રશ્નોના જવાબ વાળતી વખતે નેહરુ ગાંધીજીની સામે પક્ષે રહીને રજૂ આત કરતા હોવા છતાં ક્યાંય ખચકાટ અનુભવતા નથી, તેવું વર્તાઈ આવશે. ગાંધીજી અને નેહરુના માર્ગ કેટલા વેગળા હતા, તે આ મુલાકાતમાં સ્પષ્ટ વર્તાઈ આવે છે. તેમ છતાં ગાંધીજી પ્રત્યેનો આદર નેહરુથી ક્યાંય ચૂકાતો નથી. એકબીજાનાં દૃષ્ટિબિંદુને રજૂ કરીને નેહરુ કેવી રીતે પોતાનો પક્ષ મજબૂતાઈથી મૂકે છે, તેનો દાખલો પૂરી પાડતી આ મુલાકાત…

ચોધરી : ગાંધીજીમાં તમે કઈ એવી વિશેષતાઓ બંને મૂળે લગભગ એક જ વાત છે. અને તેમનામાં જોઈ જ ે બીજા લોકોમાં જોવામાં નથી આવતી? નેહરુ : આવા સવાલના જવાબ ટૂ કં માં આપી શકાતા નથી. અને લંબાણથી આપવા બેસીએ તો ખાસી એક ચોપડી થઈ જાય. ખાસ કરીને ગાંધીજી વિશે કંઈ કહે વાનું મુશ્કેલ થઈ જાય છે; કેમ કે એવા માણસો ચાલુ માપથી માપી શકાતા નથી. કેટલુંક તો મેં મારાં પુસ્તકોમાં ને વ્યાખ્યાનોમાં તેમને વિશે કહ્યું પણ છે. એક બહુ મોટી વાત તેમનામાં હતી—તેમનું નીડરપણું અને તેમની સચ્ચાઈ. એ

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

એક અજબ સામર્થ્ય હતું જ ે એમાંથી આવતું હતું. ચોધરી : નીડરપણાથી આવે છે એ સામર્થ્ય? નેહરુ : હા, નીડરપણાથી અને સચ્ચાઈથી જીવવાથી આવે છે. અને એ શક્તિ ઘણી મોટી હતી. તેમનામાં ઘણા ગુણો હતા. આમ તો ગુણ બીજાઓમાં પણ હોય છે. પણ ખાસ લોકોમાં ખાસ વાત એવી હોય છે જ ે દુનિયામાં બહુ ઓછા લોકોમાં જોવા મળે છે અને તે તેમને બીજા લોકોથી નોખા પાડે છે, બીજાઓથી ઘણે ઊંચે ચડાવે છે. તેને ત્રાજવામાં તોળવી કે ગજથી માપવી બહુ મુશ્કેલ છે. અને તેમનામાં એ શક્તિ હતી એમાં કોઈ શક નથી. તેનો અર્થ એવો નથી કે તેઓ જ ે વાત કહે તે બધી ઘટિત હોય, દરે ક સવાલ પર સલાહ આપે તે સાચી હોય. એક પેન્ટિંગ (ચિત્રકળા) પર તેઓ અભિપ્રાય આપે, આર્કિટેક્ચર (સ્થાપત્યકળા) પર અભિપ્રાય આપે તો માની લેવો? (હસાહસ). હં ુ માનું છુ ં કે એવી બાબતોમાં તેમનો અભિપ્રાય ઘણુંખરું ખરો નહોતો. પણ એ એક નજીવી વાત છે. 171


ચોધરી : પંડિતજી, તેમને વિશે જ ે એવો ખ્યાલ છે કે તેઓ ઈસ્ટવેસ્ટ (પૂર્વપશ્ચિમ)ના મેળવાળી દૃષ્ટિ રાખતા… નેહરુ : ઈસ્ટવેસ્ટ એટલે તમે શું કહે વા માગો છો? ચોધરી : એટલે કે પૂર્વની અને પશ્ચિમની સંસ્કૃ તિની બાબતોમાં મેળની દૃષ્ટિ. સારી વાતો તેમની પણ લેવી, સારી વાતો આપણી પણ લેવી. આવી દૃષ્ટિ તેમની હતી. નેહરુ : જ ેણે જરા સરખો વિચાર કર્યો હોય, જ ે ભણ્યોગણ્યો હોય એવો કયો માણસ નથી કહે તો કે ઈસ્ટવેસ્ટની સારી વાતો લેવી જોઈએ? એવું તો હરે ક કહે છે. હા, કઈ વાત લેવી ને કઈ ન લેવી તે બતાવવામાં જુ દો જુ દો મત હોઈ શકે. પણ સિદ્ધાંત તો એ છે કે બધી સારી વાતો લેવી જોઈએ. ઈસ્ટ અને વેસ્ટ જ ે કહે વાય છે તે બંનેમાં ફે ર છે. દરે ક દેશમાં ફરક છે. ઈસ્ટ (પૂર્વ)ના દેશોમાં પણ અંદર અંદર ફરક છે. એમ સમજો કે હિન્દુસ્તાન અને ઇરાન વચ્ચે દોસ્તી છે, આપણે એકબીજા પાસેથી કેટલીક વાતો લીધી છે, પણ ફે ર ઘણો છે. એનો અર્થ એવો તો નથી ને કે એ બે જુ દી જુ દી દુનિયા છે? આજના જમાનામાં જ ેને વેસ્ટ (પશ્ચિમ) કહે વામાં આવે છે તેનો અર્થ અસલમાં એવો થાય

172

છે કે જ ેમણે પાછલાં દોઢસો વરસમાં આ મશીનયુગમાં પ્રગતિ કરી છે તે દેશો. આવો એનો અર્થ છે. બસો અઢીસો વરસ પહે લાંની વાત કરો તો ઈસ્ટવેસ્ટ વચ્ચે આ જાતનો ફે ર નહોતો. જુ દા જુ દા દેશો વચ્ચે હોય છે તેટલો ફરક હતો. હવે જ ે ફરક છે તે જ ે દેશોએ મશીનયુગમાં પડીને પોતાની ધનદોલત વધારી છે અને તેથી એક અર્થમાં સમૃદ્ધ બની ગયા છે તે દેશો અને બીજા જ ે ગરીબીના કીચડમાં ફસાયેલા છે તે દેશો વચ્ચે છે. ચોધરી : પણ એક ફરક એવો પણ છે ખરો ને કે મટીરિયલ (ભૌતિક) અને સ્પિરિચ્યુઅલ (આધ્યાત્મિક) ઍમ્ફેસિસ(ભાર મૂકવા)માં… નેહરુ : એટલે કે ઈસ્ટવેસ્ટ સંબંધમાં નહીં. હા, કોઈ દેશમાં એ તરફ વલણ થયું તો થયું. હં ુ કહં ુ છુ ં કે બસો અઢીસો વરસ પહે લાં જ ે વાતો યુરોપમાં થતી તે હિન્દુસ્તાનમાં આજ ે થાય છે. એટલે કે ત્યાં કોઈ મટીરિયલ સિવિલિઝેશન- (ભૌતિક સંસ્કૃતિ)ની ચર્ચા નહોતી. આ નવી નવી વાતોથી એ તરફ વલણ થયું એટલું ખરું, પછી તે ખરું હોય કે ખોટુ.ં આમ મટીરિયાલિઝમ નથી યુરોપની માટીમાં, કે નથી ભારતની માટીમાં કે બીજા કોઈ દેશની માટીમાં. એ તો બનાવો બને છે ત્યારે તે જમાનામાં વિચારો પેદા થાય છે. અને હજુ પણ

[ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


યુરોપમાં ઘણા લોકો છે જ ેઓ મટીરિયલ સિવિલિઝેશનની વાતને બહુ મહત્ત્વ નથી આપતા, તેને પૂરતી નથી માનતા, એના ઉપરાંત કંઈક વિશેષની ઝંખના રાખે છે. ચોધરી : તમારો અને ગાંધીજીનો સંબંધ નેતાઅનુયાયીનો હતો, ગુરુશિષ્યનો હતો કે પિતાપુત્રનો? કેવો હતો? નેહરુ : હં ુ માનું છુ ં કે તેઓ નેતા હતા અને હં ુ તેમનો અનુયાયી હતો એ ઉઘાડી વાત છે. ગુરુશિષ્યનો સંબંધ કહે વો એ કદાચ ખરું ન ગણાય, ન તો પિતાપુત્રનો પૂરો સાચો કહે વાય. પણ અમારા સંબંધમાં આ બધા સંબંધોની થોડી થોડી છટા આવી જાય છે. દરે કની થોડી થોડી અસર હોય છે. એવી વાતો સોળેસોળ આના તો હોય નહીં. ચોધરી : કેમ કે તમે તેમને લખતાં બાપુ કહીને સંબોધતા ને? નેહરુ : અરે , બાપુ તો તેમને આખું જગત કહે તું હતું. ચોધરી : પણ તમે તો તેમની નજીક … નેહરુ : હા, હા, નજીક હતો અને એક અર્થમાં તમે કહી શકો કે પિતાપુત્રનો સંબંધ પણ અમુક હદમાં કેળવાયો હતો. પણ પૂરેપૂરી રીતે કોઈ એક સંબંધ ન ગણાય. એ બધા સંબંધો મળીને થયેલો અમારો સંબંધ હતો. ચોધરી : એટલે કે ઑન ધી હોલ (સરવાળે) નેતાઅનુયાયીનો સંબંધ વધારે હતો એમ કહી શકાય. નેહરુ : હા, એટલું ખરું કે એથી વધારે નિકટનો સંબંધ હતો; કેવળ નેતા ને અનુયાયીનો નહીં. હા, તેમનો સંબંધ કહે વો હોય તો, તેઓ અમારા કુ ટુબ ં ના મિત્ર હતા. અમને સલાહ આપતા, અનેક બાબતમાં. કોઈ એવી વાત હોય, જ ેને રાજનીતિ સાથે સંબંધ ન હોય તેમાં પણ અમે તેમની સલાહ લેતા. આવો नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

સંબંધ ઘણો વધ્યો હતો. ચોધરી : એટલે કે તમારી ને એમની વચ્ચે એક પ્રકારનો વ્યક્તિગત સેન્ટિમેન્ટ (ભાવ) હતો. નેહરુ : વ્યક્તિગત સેન્ટિમેન્ટ તો એક પ્રકારનો શું, ઘણોબધો હતો. એવો એમનો સંબંધ બીજાઓ સાથે પણ હતો. તેમનામાં એક કંઈ એવું હતું કે તેઓ જુ દી જુ દી વ્યક્તિઓ સાથે નિકટનો સંબંધ બાંધી લેતા; હજારો, લાખો વ્યક્તિઓ સાથે એવો સંબંધ રાખતા. વ્યક્તિગત ઉપરાંત મેં કહ્યું તેમ, અમારે કંઈક કૌટુબિ ં ક સંબંધ પણ હતો. એવાં તો ઘણાં બંધનો હોય છે. ચોધરી : 1936માં તમે તેમને એમ કહ્યું હતું ખરું કે મારું હૃદય તમારી સાથે છે અને બુદ્ધિ તમારી વિરુદ્ધ છે? શું આમ કહીને તમે તેમની આગળ રોયા હતા? તેમણે શો જવાબ આપેલો? નેહરુ : મને તો કદી એવું કહ્યાનું યાદ નથી આવતું. અને એવું કદી કહ્યું હોય એમ લાગતું નથી. અને હં ુ કદી તેમની આગળ રોયો નથી—ક્યારે યે મને યાદ છે ત્યાં સુધી. કેમ કે રડવાની મને આદત નથી. આવી વાતો મારા અને તેમના સંબંધ વિશે બીજા ઘણા લોકો પણ કરતા હતા; છાપાંમાં આવી, મૅગેઝિનો(પત્રિકાઓ)માં આવી. લોકો કહે તા કે હૃદય તેમની સાથે છે, બુદ્ધિ અલગ છે. એમ કંઈ હૃદય ને બુદ્ધિ અલગ અલગ હોતાં નથી. મારું દિલ તેમની સાથે હતું, ઘણું સાથે હતું. બુદ્ધિ પણ પૂરતી સાથે હતી. કોઈ કોઈ વાર કોઈ બાબતમાં બુદ્ધિ તેમની સાથે ન હોય એ જુ દી વાત. પણ કોઈ બુદ્ધિવાળા માણસની બુદ્ધિનો સાથ ન હોય તો તે કામ ન કરી શકે. તેનું ગાડુ ં કદી ચાલે નહીં. કોઈ વાર કોઈ બાબતમાં મતભેદ થાય એ જુ દી વાત. પણ સામાન્ય રીતે કોઈ વાત બુદ્ધિમાં ન ઊતરે તો ચાલે નહીં. એમ તો તેનું અંતર હૃદય ને બુદ્ધિ વચ્ચેના ઝઘડાનું મેદાન બની જાય. પછી તે કશું કામ ન કરી શકે. 173


હા, કોઈ કોઈ વાર એવા સવાલ ઊભા થયા ખરા, પણ એ જુ દી વાત થઈ. ચોધરી : એટલે કે એવો કોઈ બનાવ, કદી કોઈ વાત … નેહરુ : મને તો એવો કોઈ બનાવ યાદ આવતો નથી. હા, તેમની સાથે ચર્ચા ઘણી થતી. મારી કેટલીક વાતો તેમને ન ગમી હોય અને તેમની કેટલીક મને ન ગમી હોય એ સંભવિત છે. એવું તો બન્યા કરે છે. સેંકડો વાર એવું બન્યું હશે. પણ જ ેમાં તમે કહો છો એવું બન્યું હોય એવો કોઈ બનાવ અત્યારે મને યાદ નથી. ચોધરી : ગાંધીજી ને તમારી વચ્ચે કયા કયા મુદ્દાઓ પર ખાસ મતભેદ હતો? મુખ્ય મુખ્ય બેચાર વાતો કઈ કઈ? નેહરુ : એ તો હં ુ નથી કહી શકતો. મેં એ પર ચર્ચા કરી છે. એક તો મારાં પુસ્તકોમાં ઘણું લખ્યું છે તેમાં ક્યાંક ક્યાંક આવી છે. એ સવાલોની ચર્ચા મુશ્કેલ છે, કારણ કે નાની નાની વાતો હોય છે. આમ સામાન્ય રીતે જોતાં મારો ખ્યાલ એવો છે કે આજની દુનિયા વિજ્ઞાનની દુનિયા છે. અને વિજ્ઞાન વગર આપણે આગળ વધી શકતા નથી. અને વિજ્ઞાનની જ ે ઓલાદ છે તેણે આજની દુનિયા બનાવી છે. તેના વગર આપણે પછાત રહી જઈશું, આપણી ગરીબી કદી દૂર નહીં થાય, આપણે કમજોર રહીશું; અને દુર્બળ રહે વામાં હં મેશાં જોખમ છે કે આપણને દાસ બનાવી દેવામાં આવે. ગુલામ બનાવી દેવામાં આવે. વિજ્ઞાનની દુનિયામાં પણ બૂરાઈઓ પેદા થઈ છે એ હં ુ સ્વીકારું છુ .ં અને હજી વધે પણ ખરી. એટલે બીજી વધારે બૂરાઈઓ ન થાય તે માટે કોશિશ કરવી જોઈએ. પણ એ વગર, વિજ્ઞાન વગર, હં ુ નથી માનતો કે હિન્દુસ્તાન કદી ખુશહાલ, આબાદ થઈ શકે. અને દુનિયાના બીજા દેશો જ ે ખુશખુશાલ છે, આબાદ થયા, તેમનામાં 174

જમીનમાંથી ને કારખાનામાંથી વધારે માલસામાન પેદા કરવાની શક્તિ આવી. તેથી લોકોની હાલત સારી થઈ. અને એ શક્તિ નવી રીતો, નવી ટેક્‌નિક સિવાય આવી શકે નહીં. હા, આજ ે દસ કલાક કરીએ છીએ તેને બદલે પંદર કલાક કામ કરીએ, બીજુ ં પણ કંઈક કરીએ, મહે નતમજૂ રી કંઈક વધારે કરીએ તેથી વધારે લાભ થાય ખરો. પણ તેમાં અને પેલામાં બહુ ફે ર છે. તેમાં દસ અને પંદર કલાકનો નહીં, દસ અને હજાર કલાક જ ેટલો ફે ર પડી જાય છે, મશીનના કામમાં. હવે, જાહે ર છે કે મશીનનું કામ એવી રીતે ન ચાલવું જોઈએ, જ ેથી માણસો બેકાર થઈ જાય. પણ એમ ન થાય એ તો બંદોબસ્ત કરવાની વાત થઈ. બેકારી ન રહે , અને માલ તેમ જ ધન પેદા થાય જ ેથી લોકોની સ્થિતિ સુધરે એટલે કે માલ તેમને પહોંચે. હં ુ નથી માનતો કે ગાંધીજી આ વાતનો વિરોધ કરત. કેમ કે તેઓ પોતાની નજર સામે કોઈ લાંબા ગાળાનો નકશો રાખતા નહોતા. તે તે વખતે જ ે વાજબી લાગે તે કરતા, અને બીજાઓને કહે તા કે આમ કરો. બીજુ ં આગળનું પગલું ભરવાનો વખત આવે ત્યારે બીજુ ં પગલું ભરતા. તેથી તેઓ એનો વિરોધ કરતા હતા એમ કહે વા હં ુ તૈયાર નથી. કેમ કે પછીથી તેમણે એમ પણ કહ્યું હતું કે હવે વીજળીનો ઉપયોગ કરવો એ સારું છે, એટલે કે નાનાં નાનાં ગામડાંમાં વીજળીથી કારખાનાં ચાલે એ સારું છે. પણ નાનાં કારખાનાં તો ગામડાંમાં હોય એ હં ુ સ્વીકારું છુ .ં એટલે મારો તેમની સામે વિરોધ હતો એમ કહે વું મુશ્કેલ છે. કોઈ બાબતમાં હતો ને કોઈમાં નહોતો. આખરે જુ ઓ તો મારી રીત, મારું ભણતર, મારી કેળવણી, બચપણથી મારો ઉછેર એક જાતનો હતો, તેમનો જુ દો હતો. એટલે જોવામાં થોડો ફે ર તો પડે જ ને? તેમની આગળ એક મોટો સવાલ એ હતો કે દુનિયા એશઆરામ તરફ બહુ [ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


જાય છે એ સારું નથી. એટલી હદે એશઆરામ પહોંચી જાય એ બાબતમાં પણ વિરોધ ન હોય એ ઉઘાડી વાત છે. પણ એશઆરામ કોને કહે વો એ પણ જોવું ખરું કે નહીં? અહીં હિન્દુસ્તાનમાં મોટર રાખે તે પૈસાવાળો ગણાય છે. ઇંગ્લંડ, અમેરિકામાં મોટર પૈસાવાળાની નિશાની નથી. એ એક મામૂલી નજીવી ચીજ છે, જ ે હરે ક આદમી પાસે હોય છે, એક મજૂ ર પાસે પણ હોય છે. એશઆરામનો ત્યાં સવાલ નથી. …ચોધરી : હં ુ એટલા માટે પૂછુ ં છુ ,ં પંડિતજી, કે પંદર વરસ પહે લાં તમારો ગાંધીજી વિશે એક ખ્યાલ બંધાયો હોય, અને જ ેમ જ ેમ અનુભવ થતો ગયો તેમ તેમ તેમાં થોડો ફે રફાર થયો હોય એમ બને. એટલે હં ુ તમારું આજનું માનસ જાણવાની કોશિશ કરું છુ .ં તમે તેમના જીવતાં તેમનો કાર્યક્રમ જ ેટલી હદે સ્વીકાર્યો તેટલી હદે આજ ે પણ તેનો અમલ કરો છો ખરા? અને ન કરતા હો તો શું કારણ છે? જ ેમ કે તેમના રચનાત્મક કાર્યક્રમ વગેરેની બાબતમાં. નેહરુ : તેમનો રચનાત્મક કાર્યક્રમ? ઘણી બાબતો તો એકબીજા સાથેના વહે વારની છે. તેઓ કહે કે હિન્દુમુસલમાન વચ્ચે મેળ થવો જોઈએ તો એ સારું છે. પણ તેને માટે કોઈ ખાસ પ્રોગ્રામ (કાર્યક્રમ) થોડો જ ઘડવામાં આવે કે જાઓ રોજ ને ભેટો એમને? એ તો એક કૃ ત્રિમ વાત થઈ. એટલે એવા પ્રોગ્રામો તો હોય નહીં, ચાલતા નથી. ચોધરી : પણ તમારી પૉલિસી(નીતિ)માં તો એ પ્રોગ્રામ છે? નેહરુ : એ તો બધું છે જ હરિજનો વગેરેનું. એ બધી પાયાની વાતો તો છે જ. ગ્રામોદ્યોગ વગેરે બધું છે. અને તેમાં કદાચ પહે લાં કરતાં વધારે કામ થાય છે. કંઈ નહીં તો સરકારી રાહે ઘણું થાય છે, ખાદીનું, આનું, તેનું. એટલે એ બધી વાતો તો ચાલે नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

છે, પણ એ બધું મળીને પણ પૂરતું નથી. એટલે કે એ બધું પોતાની રીતે સારું છે અને કરવું જોઈએ. પણ તે ઉપરાંત બીજાં ઘણાં કામ કરવાં પડે છે એટલે બોજો વધી જાય છે. ચોધરી : એનો અર્થ એ છે કે આ જ ે બીજુ ં છે તે એથી પણ વધારે છે? નેહરુ : અરે , ઘણું વધારે છે. બેશુમાર વધારે છે. વધારે નો સવાલ નથી. એ તો બધી પાયાની બાબતો છે, જ ેમ કે હિન્દુમુસ્લિમ એકતા. એ તો છે જ. હરિજનોને ઊંચે લાવવા છે, ગ્રામોદ્યોગો વધારવા છે. આ બધી વાતો તો છે. પણ આપણી આખી પંચવર્ષી યોજના એક મોટી પોથી છે. એકલી એ બાબતો નથી, સેંકડો બાબતો છે. ચોધરી : પણ ગાંધીજીનો ‘ગામડાંમાં ખાદી અને શહે રોમાં મિલકાપડ’વાળો સિદ્ધાંત લાગુ કરવામાં તમને શી મુશ્કેલી છે? નેહરુ : એમાં મુશ્કેલીનો શો સવાલ છે? અમે કોશિશ કરીએ છીએ કે ગામડાંના લોકો એનો અમલ કરે . શહે રના લોકો પણ કરે . પણ આપણે કોઈને ફરજ તો ન પાડી શકીએ. સમજાવીએ. કેટલાંક ગામમાં થયું છે, થતું જાય છે. પણ સરવાળે આર્થિક સવાલોનો લાંબે ગાળે ફરજ પાડવાથી ઉકેલ આવતો નથી. ગામડાંના લોકોને મિલનું કાપડ સોંઘું મળે છે એટલે લે છે. આપણે તેમને લેતા અટકાવી તો ન શકીએ, અટકાવવા માગતા પણ નથી. થઈ શકે તેટલું કરે . ખાદીથી આપણને બહુ લાભ થયો છે, ઘણા ફાયદા થયા છે. પણ આખરે ખાદી સફળ થઈ ત્યારે કહે વાય જ્યારે તે પોતાના પગ પર ઊભી રહી શકે અને હરીફાઈમાં ટકી શકે. તેને દર વખતે બહારથી મદદ કરવાની જરૂર પડે, જ ેમ કે ઘણી મદદ કરવામાં આવે છે, તો ઠીક છે અમુક વખત સુધી કરીએ. થોડાં વરસ સુધી મદદ કરવી, અને તે એટલા માટે કે એથી ગરીબોને કામ મળે 175


છે એ સારું છે. પણ મોટા પાયા પર સરખામણી કરીએ તો એક આર્થિક નીતિ સાથે હરીફાઈ કરવાની થાય છે. તેના ઉત્પાદનમાં વધારે ખર્ચ થતું હોય તો લાંબા વખત સુધી હરીફાઈ નહીં કરી શકીએ. એ અશક્ય બની જાય છે. ચોધરી : આપણે કરવા માગીએ તોપણ નહીં કરી શકીએ? નેહરુ : હા, કરવા માગીએ તોપણ નહીં થઈ શકે. એનો અર્થ એ છે કે કોઈ વાત તમે જૂ ની ટેક્‌નિક (રીત)થી કરો, એ જૂ ની ટેક્‌નિક નવી ટેક્‌નિકની બરાબરી કદી ન કરી શકે; ખાસ સંજોગોમાં અમુક જગ્યાએ, અમુક વખતે કરીએ, પૂરેપૂરી રીતે ન કરી શકીએ. એમ માનો કે એક જણ હાથસાળ ચલાવે છે, બીજો પોતાના ગામમાં પાવરલૂમ (વીજળીથી ચાલતી સાળ) નાખે છે. તો હાથસાળવાળો પાવરલૂમવાળાની હરીફાઈમાં ટકી નહીં શકે. પેલો પાવરલૂમવાળો ઝપાટાબંધ આગળ નીકળી જાય છે. જોકે પાવરલૂમ પણ કૉટેજ ઇન્ડસ્ટ્રી (ગૃહ ઉદ્યોગ) છે અને બહારની નથી, પણ હાથસાળવાળો તેની હરીફાઈ કરી શકતો નથી. પેલો વધારે બનાવે છે. આખરે , આખાયે ઇતિહાસમાં માણસની જ ે બધી પ્રગતિ થઈ છે તેનો પાયો એ છે કે તેના હાથમાં નવી નવી શક્તિઓ આવી, જ ેથી તેના હાથની તાકાત વધી ગઈ. મશીન આખરે શું છે? મશીન માણસના હાથ લાંબા કરી આપે છે, તેની શક્તિ વધારી આપે છે. અથવા એક માણસના બાર હાથ કરી આપે છે, હજાર હાથ કરી દે છે. વારતાઓમાં વાંચીએ છીએ કે રાવણને હજાર હાથ ને બાર માથાં હતાં, તેમ મશીન હજાર હાથ આપે છે, અને માણસને બાર માથાં આપે છે, હજાર માથાં આપે છે, તેની કામ કરવાની શક્તિ વધારી દે છે. હા, એનો દુરુપયોગ પણ થાય. પણ એ જુ દો સવાલ છે. સદુપયોગ થાય, દુરુપયોગ 176

થાય, પણ એ એક શક્તિ છે એટલું ખરું. ચોધરી : આ બાબતમાં એક એવો સવાલ ઊભો થાય છે કે એક માણસને તમે મશીન આપો છો અને તે પાંચ માણસનું કામ કરી આપે છે, તો બાકીના ચાર માણસને થોડુ ં થોડુ ં કામ વહેં ચાતું હતું, એ એક સવાલ… નેહરુ : જ્યાં જ્યાં મશીન ગયું છે ત્યાં બેકારી નથી વધી; બેકારી નાબૂદ થઈ છે. હિન્દુસ્તાનની વાત નથી કરતો એ તો ઉઘાડુ ં છે. જ ે દેશમાં મશીન ગયું છે ત્યાં તેના જવાથી ઘણાં નવાં કામ નીકળ્યાં છે. એમ સમજો કે બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, જર્મની અને રશિયા જ ેવા જ ે મશીનના દેશો છે, જ્યાં તે બરાબર ચલાવવામાં આવે છે ત્યાં બેકારી નથી. આમાં મૂડીવાદ, સમાજવાદ કે સામ્યવાદની વાત નથી. આજની દુનિયાનો મશીનવાદ છે. અને જ્યાં મશીન ગયું છે ત્યાં ધીમે ધીમે બેકારી નાબૂદ થઈ છે. વચ્ચે મુશ્કેલીઓ આવી ખરી. એટલે એમ કહે વું કે મશીન આવવાથી રોજગારી બંધ થઈ જાય છે એ એક તો થોડા વખત પૂરતું સાચું છે. બીજુ ,ં ગેરવ્યવસ્થા પણ તેને લીધે થાય છે. એટલે મશીનનો ઉપયોગ એવું બધું ન થાય તેનો ખ્યાલ રાખીને કરવો જોઈએ. ચોધરી : એટલે કે ટેમ્પરરિલી (કામચલાઉ) ખાસ ઑક્યુપેશન (ધંધાઓ)માં થોડી બેકારી ઊભી થાય પણ નવા ઑક્યુપેશન ઊભા થાય છે. નેહરુ : હા, નવા ઑક્યુપેશન ઊભા થતા જાય છે. ચોધરી : આ કૉમ્પેન્સેશન વાળી (ખોટ પૂરવાની) વાત નવી છે. તે મારા ધ્યાનમાં નહોતી આવી. હવે સમજ્યો. હાં, ગાંધીજીનો સાદાઈ અને કરકસરનો સિદ્ધાંત પ્રધાનોને અને રાજવહીવટમાં લાગુ પાડવામાં તમને શી અડચણ, શી મુશ્કેલી છે? નેહરુ : સાદાઈના સિદ્ધાંતમાં કશી મુશ્કેલી કે [ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


વાંધો તો હોઈ શકે નહીં. મુશ્કેલી એક રીતે હોય, કામની આડે આવે ત્યારે . ગાંધીજીના સાદાઈના સિદ્ધાંત તેમની કામ કરવાની રીત જોતાં બરાબર હતા. ગાંધીજીની પાછળ વીસ માણસો તેમની સાદાઈની સંભાળ રાખતા. બીજી જગ્યાએ જ ે કામ એક માણસ કરે તે વીસ જણનું બની જતું. એમ સમજો કે મારું કામ એક સ્ટેનોગ્રાફર, એક ટાઇપિસ્ટ જ ેને શૉર્ટહૅ ન્ડ આવડતું હોય, અને ટાઇપરાઇટરથી ચાલે છે. તેને બદલે ત્યાં દસ આદમી હોય, જ ેઓ હાથે કાગળો લખતા હોય. અહીં અમે આજની એફિશિયન્સી(કાર્યક્ષમતા)નાં સાધનોનો ઉપયોગ કરવા માગીએ છીએ. મારી વાત લો. મારા પર રોજ હજારો કાગળો આવે છે. તેને માટે કાળજીથી વ્યવસ્થા ન થાય તો કોને જવાબ આપું ને કોને ન આપું? જલદી જવાબ આપવાનો હોય, આ છે, તે છે, એવું બધું છે ત્યાં મારું કામ ન ચાલે. ગાડુ ં અટકી જાય. એટલે કામ કરવાની એક ટેક્‌નિક (પદ્ધતિ) હોય છે. ગાંધીજીની ટેક્‌નિક તેમને માટે ઘણી વાજબી હતી. એક રીતે તેમની સાથેનાં સૌ સાદાં હતાં. પણ બે માણસનું કામ વીસ માણસોને કરવું પડતું. ચોધરી : પછી તો થર્ડ ક્લાસ(ત્રીજા વર્ગ)માં બેસવાની વાતમાં પણ એમ થાય કે દસ માણસની જગ્યા એક માણસ લઈ લે છે. નેહરુ : એ તો છે જ. એટલું જ નહીં, વીસ પોટલાં છે. દરે ક માણસ એક એક પોટલું લઈને જાય છે. થાય છે ને એમ? એમાં ગાંધીજીની ખૂબી હતી, બહુ ભારે ખૂબી હતી. તે એ કે તેઓ દરે ક વાત હિન્દુસ્તાનનો સામાન્ય ખેડૂત કરે તે રીતે કરવા માગતા હતા. બહુ મોટી વાત હતી. એથી આત્મીય ભાવ પેદા થતો, એથી તેઓ બીજાની નજીક પહોંચતા. પણ એ વાત એમને શોભતી હતી. આપણા જ ેવા કરવા જાય તો મજાક જ ેવું થાય, नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

હસવા જ ેવું થાય. એટલે કે એક મોટા માણસની નકલ થઈ જાય. ચોધરી : હા, વાત તો સાચી. (હસાહસ) નેહરુ : અને એ રીતે બધા ભેગા મળીને કામ કરે તે ન ચાલે. અને તમે જ ે આ પ્રધાનોના એશઆરામ વિશે લખ્યું છે તે બધું શું લખ્યું છે તેની વાત કરું? ચોધરી : મેં એ બધું સાદાઈ માટે લખ્યું છે. નેહરુ : ઉઘાડી વાત છે કે એ બધું વ્યક્તિગત હોય છે. શું કરવું શું ન કરવું, કેમ રહે વું. પણ આપણી સેન્ટ્રલ ગવર્નમેન્ટ(કેન્દ્રીય સરકાર)ના અને બીજી જગ્યાઓના પ્રધાનો માટે આ એક સામાન્ય ફરિયાદ ચાલે છે. મને એ બહુ સાચી નથી લાગતી. એટલે મેં તમને કહ્યું તેમ, અમુક અંશે સાચી હોય; કોઈ ઘમંડ રાખીને ચાલે વગેરે. એ તો વ્યક્તિગત વાત થઈ. સામાન્ય રીતે દરે ક પ્રધાન બીચારો બહુ મુસીબતમાં રહે છે. મને ઇન્કમટૅક્સ (આવકવેરો) વગેરે કપાતાં 1,620 રૂપિયા મળે છે. હા, મકાન મફત મળે છે, નોકર-ચાકર મફત મળે છે એ ખરું. અને એથી મને ઘણી રાહત રહે છે એ ઉઘાડી વાત છે. બીજા પ્રધાનોને બે હજાર પડે છે. પણ તેની સાથે બીજી સગવડો તેમને નથી મળતી. હવે અહીં દિલ્હીમાં સામાન્ય સ્થિતિનો માણસ રહે તો હોય તો તેને પણ આજના બે હજાર રૂપિયા પહે લાંના 500 રૂપિયા બરાબર થતા નથી. કદાચ તેથી પણ ઓછા હશે. તેના પર ઘણી જવાબદારીઓ પણ આ બાબતમાં હોય છે. અને હિન્દુસ્તાની રિવાજ પણ એવો છે (મારો ખાસ એવો નથી) કે કોઈને ત્યાં જઈને જુ ઓ તો તેનું આખું કુ ટુબ ં લાંબું પહોળું આમથી તેમથી તેની આસપાસ એકઠુ ં થઈ જાય છે; સૌ સ્નેહીઓ મિત્રો આવે છે. વીસ પચીસ માણસ રોજનાં રહે વાવાળાં હાજર હોય છે. 177


ચોધરી : ઘણા લોકો આશા રાખે છે. નેહરુ : આશા રાખે છે. સગાંવહાલાં છે, મિત્રો છે; આવે છે. જાય છે. તેના પર ઘણો બોજો પડે છે. વળી જ ે માણસ દિલ્હીમાં આવીને રહે છે તેનું ઘર બીજ ે ક્યાંક હોય છે. મારું ઘર અલ્લાહાબાદમાં છે. મારો પગાર, અરધા કરતાં વધારે , અલ્લાહાબાદનું ઘર ચલાવવામાં ખરચાઈ જાય છે. ત્યાં જૂ ના લોકો છે, નોકરો છે, તેમને કેવી રીતે કાઢી મૂકું? ઘણો ખર્ચ થાય છે એમાં; ઘણો શું મારો અર્ધા કરતાં વધારે પગાર તેમાં ચાલ્યો જાય છે. તો મારું ચાલે છે કેવી રીતે? એક તો હં ુ ઇચ્છું ત્યારે એ ઓછુ ં કરી શકું છુ .ં હમણાં તો હં ુ લાચાર છુ .ં અલ્લાહાબાદવાળું ઘર હં ુ બંધ કરી દઈ શકું. મારું કામ પગારમાંથી થોડુ ં ચાલે છે? મારાં પુસ્તકોની રૉયલ્ટી મળે છે તેમાંથી ગબડે છે, જોકે ટૅક્સ (કરવેરા) વગેરે કપાઈ જાય છે, છતાં જ ે કંઈ ખૂટતું રહે છે તે આ રૉયલ્ટીમાંથી મળી રહે છે. નહીં તો મારે મારી આખી રહે ણીકરણી બદલવી પડે. અને મારું ખર્ચ ઓછામાં ઓછુ ં હોય છે. જ ે સામાન્ય ખર્ચ કપડાં વગેરેનું લોકોને થાય છે તે તો મારે લગભગ થતું જ નથી. ચોધરી : કંઈક તો તે લોકો … નેહરુ : મોટાં મકાનોમાં રહે છે. મોટાં મકાન છે, અહીં 4-5 ઓરડા છે. પહે લાં તો સામાન્ય રીતે હિન્દુસ્તાની કુ ટુબ ં ો એટલાં મોટાં હોય છે; કુ ટુબ ં મોટુ ં હોય છે અને બીજા પણ બધા સાથે રહે છે. બીજુ ,ં મહે માન વગેરે. ત્રીજુ ,ં મહે માનો ઉપરાંત વિઝિટર્સ (મળવા આવનાર) આવે છે. તેમને મળવા કરવાનું હોય છે. એ બધી કંઈક તો વ્યવસ્થા કરવી પડે ને? આ બધા પસારામાં આડંબર છે. કેટલાક ન કરે . પણ સામાન્ય રીતે જુ ઓ કે એ વાત સારી નથી. હા, મારે માટે એ વાત સાચી છે કે હં ુ એક

મોટા મહે લમાં રહં ુ છુ .ં અને મેં ઘણી વાર હિસાબ ગણીને જોયું છે કે હં ુ અહીંથી ખસી જાઉં તો એનું ખર્ચ વધી જાય છે. લોકોને એ સમજાતું નથી. જ ેમ કે આપણા રાષ્ટ્રપતિ રાજ ેન્દ્રબાબુ આપણા રાષ્ટ્રપતિભવનમાંથી નીકળી જાય તો આપણો ખર્ચ બમણો થઈ જાય. આ નવાઈ પમાડે એવી વાત છે. ઘણા હિસાબ કાઢ્યા એના. એક તો રાષ્ટ્રપતિભવન સંભાળવાનું છે. હવે જુ ઓ કે તેનું ખર્ચ પણ ઓછુ ં નથી. કંઈ ઓછુ ં થાય છે? એને ચલાવવાનું છે, મહે માનો માટે, આ માટે, તે માટે, હજાર વાતો માટે. એ તો ચાલશે. અને રાજ ેન્દ્રબાબુ માટે વ્યવસ્થા કરવામાં તેમનો જ ે મોટો પરિવાર છે, તેમનો જ ે સ્ટાફ વગેરે છે તેમને માટે અમારે દસ બંગલા રાખવા પડ્યા છે. એટલાં મકાન જોડાજોડ મળતાં નથી. હે રાન થયા, સાથે ન રહી શક્યા ને ખર્ચ ઘણું થાય છે તે બધાંને માટે. આમ બેવડુ ં ખરચ થઈ જાય; એક અહીંનું ને એક ત્યાંનું. અને સાથે ન રહે વાથી જ ે ઇનઍફિશિયન્સી (કામમાં ઢીલાપણું) આવે છે તે તો પાછુ ં ખરું જ. હવે કરવું શું? રાષ્ટ્રપતિભવનમાં (રાજ ેન્દ્રબાબુ) રહે છે, પણ રહે છે શું, ચાર ઓરડા છે બીચારા પાસે, ચારપાંચ ઓરડા જ ે હોય તે. તો આટલા મોટા મકાનનું શું? આપણાં દસ દફતર (કાર્યાલય) છે ત્યાં. આપણી કૅ બિનેટ છે, આપણું પ્લાનિંગ કમિશન તો નહીં, બીજુ ં કોઈ કમિશન છે, ગેસ્ટ રૂમ્સ (અતિથિગૃહ) છે. ઍન્ટરટેનમૅન્ટ રૂમ્સ (સ્વાગતગૃહ) છે. ઘણીબધી વાતો એમાં આવી જાય છે ને? તેમને ત્યાંથી કાઢીએ તો બીજી બધી વાતો તો આપણે ચલાવવાની છે. તેમને માટે જુ દા દસ બંગલા રાખીએ ને ખર્ચ વધે, હે રાનગતિ થાય. એ મુસીબત થઈ પડે છે. [પંડિત—પોતાને વિશેમાંથી] 

178

[ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સોરાબજી શાપુરજી અડાજણિયા ગાંધીજી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં જ ે સત્યાગ્રહીરૂપી પુષ્પો ખીલ્યાં તેમાંનું એક નામ એટલે સોરાબજી શાપુરજી અડાજણિયા. ગાંધીજીએ જ ેમનામાં દૃઢતા, વિવેક, ઉદારતા, શાંતિ વગેરે ગુણ જોયા તેવા સોરાબજી વિશે તેમણે ભાખેલું કે તેઓ દક્ષિણ આફ્રિકામાં મારી જગ્યા લઈ કોમની સેવા કરશે! પણ તેમ થઈ ન શક્યું અને તેઓ તીવ્ર ક્ષયની બીમારીથી 35 વર્ષની વયે અવસાન પામ્યા. આ વર્ષે જુ લાઈ 2018માં તેમના અવસાનને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. દક્ષિણ આફ્રિકાની લડત હોય કે આઝાદ હિં દની સ્વતંત્રતા ચળવળ તેમાં અનેક એવાં નામો છે, જ ેઓનાં બલિદાન વિસરાઈ ચૂક્યાં છે અને આપણી સ્મૃતિપટલ પર ભાગ્યે જ આ નામો દસ્તક દે છે. સોરાબજી શાપુરજી દક્ષિણ આફ્રિકાની લડતનો ચમકતો સિતારો રહ્યા છે, પણ દુનિયામાંથી થયેલી વહે લી વિદાયથી તેઓ હિં દી કોમનું નેતૃત્ત્વ કરી શક્યા નહીં. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં તેમના વિશે એક આખું પ્રકરણ આલેખ્યું છે. આ પ્રકરણમાં ગાંધીજીની કલમે સોરાબજી વિશેનો ઊંચો મત શબ્દે-શબ્દે અનુભવાય છે…

… નામ ઉપરથી જ વાંચનાર સમજી શકશે કે પોતાના કાગળમાં બતાવી હતી તે માની લેવાની સોરાબજી પારસી હતા. આખા દક્ષિણ આફ્રિકામાં પારસીની વસ્તી સોથી વધારે નહીં હોય. પારસીઓને વિશે જ ે અભિપ્રાય મેં હિં દુસ્તાનમાં આપેલો છે તે જ હં ુ દક્ષિણ આફ્રિકામાં પણ ધરાવતો હતો. આખી દુનિયામાં એક લાખથી વધારે પારસીઓ નહીં હોય. એટલી નાની કોમ પોતાની પ્રતિષ્ઠા જાળવી રહી છે, પોતાના ધર્મને વળગી રહી છે, અને ઉદારતામાં દુનિયાની એક પણ કોમ તેને નથી પહોંચી શકતી, એટલી જ વાત એ કોમની ઉચ્ચતાનું પ્રમાણપત્ર છે. તેમાં પણ સોરાબજી તો અનુભવ થતાં રતન નીવડ્યા. જ્યારે એઓ લડાઈમાં દાખલ થયા તે વખતે એમને હં ુ સહે જસાજ ઓળખતો. લડતમાં આવવા વિશેના તેમના પત્રવ્યવહારે મારા ઉપર સારી છાપ પાડી હતી. પારસીના ગુણોનો જ ેમ હં ુ પૂજારી છુ ,ં તેમ એક કોમ તરીકે તેઓમાં જ ે કેટલીક ખોડ છે, તેથી હં ુ અજાણ ન હતો અને નથી. તેથી ખરે અવસરે સોરાબજી નભી શકશે કે નહીં એ વિશે મારા મનમાં શક હતો, પણ સામેનો માણસ પોતે એથી વિરુદ્ધ વાત કરતો હોય ત્યારે એવા શક ઉપર અમલ ન કરવો એ મારો કાયદો હતો. એટલે મેં તો સોરાબજીએ જ ે દૃઢતા

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

ભલામણ કમિટીને કરી અને પરિણામે તો સોરાબજી પ્રથમ પંક્તિના સત્યાગ્રહી નીવડ્યા. લાંબામાં લાંબી જ ેલ ભોગવનારા સત્યાગ્રહીઓમાં તે એક હતા, એટલું જ નહીં પણ તેમણે લડતનો એટલો બધો ઊંડો અભ્યાસ કરી લીધો કે લડતને વિશે એ જ ે કંઈ કહે તે બધાને સાંભળવું પડતું. તેમની સલાહમાં હં મેશાં દૃઢતા, વિવેક, ઉદારતા, શાંતિ વગેરે જોવામાં આવતાં. ઉતાવળે તો વિચાર બાંધે જ નહીં અને વિચાર બાંધ્યા પછી ફે રવે જ નહીં. જ ેટલે દરજ્જે તેમનામાં પારસીપણું હતું—અને તે ખૂબ હતું—તેટલે જ દરજ્જે હિં દીપણું હતું. સંકુચિત જાતિઅભિમાનની ગંધ સરખી તેમનામાં કોઈ દિવસ નથી આવી. લડત પૂરી થયા પછી સારા સત્યાગ્રહીઓમાંથી કોઈને વિલાયત મોકલી બૅરિસ્ટર બનાવવા સારુ દાક્તર મહે તાએ શિષ્યવૃત્તિ આપી હતી. તેની પસંદગી તો મારે જ કરવાની હતી. બે-ત્રણ લાયક હિં દીઓ હતા, પણ બધા મિત્રમંડળને એમ જ લાગ્યું કે સોરાબજીના પીઢપણાની અને ઠરે લપણાની હરીફાઈ કરી શકે એવું બીજુ ં કોઈ ન હતું. તેથી તેમને જ ચૂંટવામાં આવ્યા હતા. એવા એક હિં દીને વિલાયત 179


મોકલવાનો એ હે તુ હતો કે, તે દક્ષિણ આફ્રિકા પાછા આવી મારી જગ્યા લઈ શકે અને કોમની સેવા કરે . કોમનો આશીર્વાદ અને કોમનું માન લઈને સોરાબજી વિલાયત ગયા. બૅરિસ્ટર થયા. ગોખલેના પ્રસંગમાં તો દક્ષિણ આફ્રિકામાં જ આવ્યા હતા પણ વિલાયતમાં વધુ નિકટ આવ્યા. તેમનું મન સોરાબજીએ હરી લીધું. જ્યારે હિં દુસ્તાન જાય ત્યારે સોરાબજીને ‘હિં દ સેવક સમાજમાં’ દાખલ થવાનો આગ્રહ પણ કર્યો. સોરાબજી વિદ્યાર્થી વર્ગમાં અતિશય પ્રિય થઈ પડ્યા હતા. દરે કના દુઃખમાં ભાગ લે, વિલાયતના આડંબરની કે એશઆરામની તેમના મન ઉપર જરાયે અસર ન થઈ. જ્યારે વિલાયત ગયા ત્યારે સોરાબજીની ઉંમર ત્રીસ વરસથી વધારે હતી. તેમનો અંગ્રેજી અભ્યાસ ઊંચા પ્રકારનો ન હતો. વ્યાકરણ વગેરે કટાઈ ગયાં હતાં. પણ મનુષ્યની ખંતની આગળ આવી અગવડો નભી શકતી નથી. શુદ્ધ વિદ્યાર્થીજીવન ગાળી સોરાબજી પોતાની પરીક્ષાઓમાં પાસ થતા ગયા. મારા જમાનાની બૅરિસ્ટરની પરીક્ષા પ્રમાણમાં સહે લી હતી. આજકાલના બૅરિસ્ટરોને પ્રમાણમાં બહુ વધારે અભ્યાસ કરવો પડે છે. પણ સોરાબજી હાર્યા નહીં. વિલાયતમાં જ્યારે ‘ઍમ્બુલન્સ કોર’ થઈ ત્યારે આરં ભ કરનારાઓમાં તે હતા અને છેવટ સુધી તેમાં રહ્યા. એ ટુકડીને પણ સત્યાગ્રહ કરવો પડ્યો હતો. તેમાં ઘણા પડી ગયા હતા. જ ેઓ અડગ રહ્યા તેમાં અગ્રેસર સોરાબજી હતા. હં ુ અહી કહી નાખું કે એ ટુકડીના સત્યાગ્રહમાં પણ જય જ મળ્યો હતો. વિલાયતમાં બૅરિસ્ટર થયા પછી સોરાબજી જોહાનિસબર્ગ ગયા. ત્યાં સેવા અને વકીલાત બંને શરૂ કર્યાં. દક્ષિણ આફ્રિકાથી મને જ ે કાગળો આવ્યા તેમાં સૌ સોરાબજીનાં વખાણ જ કરતા હતા—‘જ ેવા સાદા હતા તેવા જ છે. આડંબર મુદ્દલ નથી. નાનામોટા બધાની સાથે હળેમળે છે.’ પણ ઈશ્વર જ ેવો દયાળુ લાગે છે તેવો નિર્દય પણ લાગે છે. સોરાબજીને 180

તીવ્ર ક્ષય થયો અને થોડા મહિનામાં કોમનો નવો પ્રેમ સંપાદન કરી કોમને રોતી મૂકી ચાલતા થયા! એમ ઈશ્વરે કોમની પાસેથી થોડા કાળમાં બે પુરુષરત્ન છીનવી લીધાં—કાછલિયા અને સોરાબજી. પસંદગી કરવી હોય તો બેમાંથી હં ુ કોને પ્રથમ પદ આપું? હં ુ પસંદગી કરી જ ન શકું. બંને પોતાના ક્ષેત્રમાં અપ્રતિમ હતા. અને જ ેમ કાછલિયા જ ેટલા શુદ્ધ મુસલમાન તેટલા જ શુદ્ધ હિં દી હતા, તેમ સોરાબજી પણ જ ેટલા શુદ્ધ પારસી તેટલા જ શુદ્ધ હિં દી હતા. આ સોરાબજી પ્રથમ સરકારને નોટિસ આપી ટેસ્ટને જ ખાતર ટ્રાન્સવાલમાં દાખલ થયા. સરકાર આ પગલાંને સારુ મુદ્દલ તૈયાર ન હતી. તેથી સોરાબજીનુ શું કરવું એનો તાબડતોબ નિશ્ચય કરી શકી નહીં. સોરાબજી જાહે ર રીતે સરહદ વટાવી ટ્રાન્સવાલમાં દાખલ થયા. પરવાના તપાસનાર સરહદી અમલદાર તેમને જાણતો હતો. સોરાબજીએ કહ્યુંૹ “હં ુ ટ્રાન્સવાલમાં ઇરાદાપૂર્વક કસોટી ખાતર દાખલ થાઉં છુ .ં મારી અંગ્રેજીની પરીક્ષા લેવી હોય તો તું લે અને મને પકડવો હોય તો તું પકડ.’ અમલદારે જવાબ આપ્યોૹ ‘તમે અંગ્રેજી જાણો છો એ તો મને ખબર છે એટલે એ પરીક્ષા લેવાપણું છે જ નહીં. તમને પકડવાનો મને હુકમ નથી. તેથી તમે સુખેથી જાઓ. જ્યાં જશો ત્યાં તમને સરકાર પકડવા હશે તો પકડશે.’ એટલે અણધારી રીતે સોરાબજી તો જોહાનિસબર્ગ સુધી પહોંચ્યા. અમે બધાએ તેમને હર્ષભેર વધાવી લીધા. કોઈએ આશા રાખી જ ન હતી કે સરકાર સોરાબજીને ટ્રાન્સવાલની સરહદના વૉક્સરસ્ટ સ્ટેશનથી જરા પણ આગળ વધવા દે. ઘણી વેળા એવું બને છે કે, જ્યારે આપણે આપણાં પગલાં વિચારપૂર્વક અને નિર્ભયતાથી તરત લઈએ છીએ ત્યારે તેના વિરોધની તૈયારીઓ સરકારે કરે લી હોતી [ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સોરાબજીએ જોહાનિસબર્ગમાં પોતાના આગમનની ખબર જોહાનિસબર્ગના પોલીસ સુપરિન્ટેન્ડન્ટને આપી, અને એમાં જણાવ્યું કે ટ્રાન્સવાલમાં રહે વાનો પોતે નવી વસ્તીના કાયદા પ્રમાણે પોતાને હકદાર માને છે. કારણમાં પોતાનું અંગ્રેજી ભાષાનું સામાન્ય જ્ઞાન ટાંક્યું અને જો અમલદાર પરીક્ષા લેવા ધારે તો તે આપવાને સારુ પોતાની તૈયારી જાહે ર કરી. આ કાગળનો કશો જવાબ ન મળ્યો. અથવા તો એ કાગળના જવાબમાં કેટલેક દિવસે સમન્સ મળ્યો. કોરટમાં કેસ ચાલ્યો. હિં દી પ્રેક્ષકોથી કોરટ ચિકાર ભરાઈ ગઈ. કેસ શરૂ થતાં પહે લાં કોરટના આંગણામાં જ, જ ે હિં દીઓ ત્યાં આવેલા હતા, તેમને એકઠા કરી તેમની એક તાત્કાલિક સભા ભરી અને સોરાબજીએ શૌર્યભર્યું ભાષણ કર્યું. તેમાં જીત ન મળે ત્યાં સુધી જ ેટલી વાર જ ેલમાં જવું પડે તેટલી વાર જવાને તૈયાર રહે વા અને ગમે તે સંકટો આવી પડે તે સહન કરવા પ્રતિજ્ઞા લીધી. આ અરસો એટલો લાંબો હતો કે તે દરમિયાન સોરાબજીની મેં સારી રીતે ઓળખાણ કરી લીધી હતી અને હં ુ સમજી ગયો હતો કે સોરાબજી જરૂર શુદ્ધ રત્ન નીવડશે. કેસ ચાલ્યો. હં ુ વકીલ તરીકે ઊભો રહ્યો. સમન્સમાં કેટલાક દોષ હતા તે દોષથી સોરાબજીની સામેનો સમન્સ કાઢી નાખવાની મેં માગણી કરી. સરકારી વકીલે પોતાની દલીલ રજૂ કરી. પણ કોરટે મારી દલીલો માન્ય કરી સમન્સ કાઢી નાખ્યો! કોમ હર્ષઘેલી થઈ. પરિણામ તો હર્ષઘેલી થવાનું કારણ પણ હતું એમ કહી શકાય. બીજો સમન્સ કાઢી તરતમાં જ સોરાબજી ઉપર કામ ચલાવવાની સરકારની કેમ હિં મત ચાલી શકે? અને ન જ ચાલી. તેથી સોરાબજી જાહે ર કામ કરવામાં ગૂંથાઈ ગયા…

નથી. પ્રત્યેક સરકારનો આ સ્વભાવ ગણી શકાય. અને સામાન્ય હિલચાલોમાં સરકારનો કોઈ પણ અમલદાર એટલે સુધી પોતાનું ખાતું પોતાનું નથી કરતો કે જ ેથી તેણે દરે ક બાબતના વિચાર પહે લેથી ગોઠવી લીધા હોય અને તૈયારીઓ રાખી હોય. વળી, અમલદારને એક જ કામ નથી હોતું પણ અનેક હોય છે, જ ેમાં તેનું ધ્યાન વહેં ચાઈ જાય છે તે ઉપરાંત અમલદારને સત્તાનો મદ હોવાથી તે બેફિકર રહે છે અને માની લે છે કે, ગમે તેવી હિલચાલને પહોંચી વળવું એ સત્તાધારીને સારુ રમત વાત છે. આથી ઊલટુ ં હિલચાલ કરનારો પોતાનું ધ્યેય જાણતો હોય, સાધન જાણતો હોય, અને તેની યોજના વિશે દૃઢ હોય, તો તે તો પૂરો તૈયાર હોય છે અને તેને તો એક જ કામનો વિચાર રાતદિવસ કરવાનો હોય, તેથી જો એ ખરાં પગલાં સચોટપણે લઈ શકે તો સરકારથી હં મેશાં આગળ આગળ જ ચાલે. ઘણી હિલચાલો નિષ્ફળ જાય છે તેનું કારણ સરકારની અપૂર્વ સત્તા એ નથી હોતું, પણ સંચાલકોમાં ઉપર બતાવ્યા ગુણની ઊણપ એ હોય છે. સારાંશ, સરકારની ગફલતને લીધે કે ઇરાદાપૂર્વક કરે લી યોજનાને લીધે સોરાબજી જોહાનિસબર્ગ સુધી પહોંચી શક્યા અને સોરાબજીના જ ેવા કેસમાં અમલદારનું જ ે કર્તવ્ય હોય તેનો ખ્યાલ અથવા તે વિશે તેના ઉપરની સૂચના સ્થાનિક અમલદારને નહોતાં. સોરાબજીના આ પ્રમાણે આવવાથી કોમી ઉત્સાહમાં બહુ વધારો થયો, અને કેટલાક જુ વાનોને તો એમ જ લાગ્યું કે સરકાર હારી ગઈ, અને થોડા વખતમાં જ સમાધાની કરી લેશે. તેવું કંઈ ન હતું એમ આ યુવકમંડળે તરત જ સિદ્ધ થયેલું જોયું. બલકે એ પણ જોયું કે સમાધાની થતાં પહે લાં તો કદાચ ઘણા યુવાનોને પોતાનાં બલિદાન આપવાં પડે. 

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

181


ગુજરાતના લોકસેવક, રાજપુરુષ ઠાકોરભાઈ દેસાઈ મણિલાલ એમ. પટેલ આઝાદીકાળનો એક જમાનો હતો, જ્યારે જાહે રજીવનમાં કાર્યકરો ગાંધીજીની રચનાત્મક સંસ્થાઓમાં સેવાકાર્યો કરતા અને પોતાનું જાહે રજીવનનું ઘડતર કરતા હતા. ઘડતરના દીર્ઘ અનુભવ પછી રાજકારણને આપદ્‌ધર્મ માનીને તેમાં પ્રવેશતા. પણ તેઓને ક્યારે ય સત્તાનો મેદ કે કાટ સહે જ ેય સ્પર્શતો નહીં. આઝાદીકાળના આપણા સેવકો જ ેમણે સત્તાને સાધ્ય નહીં; પણ સાધન માન્યું તેમાંના એક ઠાકોરભાઈ દેસાઈ રહ્યા છે. રવિયા દૂબળાના રખેવાળ એવા ઠાકોરભાઈની 15 જૂ ને પુણ્યતિથિ છે, તે પ્રસંગે તેમનો સંક્ષિપ્ત પરિચય…

દક્ષિણ ગુજરાતના સપૂત ઠાકોરભાઈ દેસાઈની સમજતા, રાજકારણમાં હોવા છતાં લોકકલ્યાણની વિદાયને ૪7 વર્ષ થશે. ગુજરાતે દેશને ગાંધીજી અને રવિશંકર મહારાજ જ ેવા રચનાત્મક લોકસેવકો આપ્યા, તો તેમના માર્ગે ચાલીને રાજકારણને ધર્મ સમજીને જીવન સમર્પિત કરી દેનારા સરદાર પટેલ, મોરારજી દેસાઈ, હિતેન્દ્ર દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ અને બાબુભાઈ જશભાઈ પટેલ જ ેવા અનેક લોકસેવક રાજપુરુષો પણ આપ્યા, જ ેનો આજની પેઢીને ખ્યાલ પણ નહીં હોય. આઝાદી પછીનો એક સમયગાળો એવો હતો કે જ્યારે આગેવાનો રાજકારણને આપદ્‌ધર્મ

182

રચનાત્મક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહે તા હતા. તેમને માટે રાજકારણ અને રચનાત્મક પ્રવૃત્તિ એક રથનાં બે પૈડાં જ ેવાં હતાં. રાજકારણ સેવા માટે હતું. ગુજરાતના લોકકારણ અને રાજકારણમાં દક્ષિણ ગુજરાતના જ ે અનાવિલોની બોલબાલા હતી તેમાં મોરારજી દેસાઈની જોડે ને તોલે મૂકી શકાય તેવું કોઈ નામ કે વ્યક્તિત્વ હોય તો તે ઠાકોરભાઈ દેસાઈનું હતું. ગેરસમજ થાય તો વહોરીને પણ સાચી લાગતી વાત નિર્ભેળ અને નિર્ભય રીતે શબ્દો ચોર્યા વિના કહે વાની મોરારજી દેસાઈની આબેહૂબ લાક્ષણિકતા ઠાકોરભાઈમાં પણ હતી. વિદ્યાપીઠની તેજસ્વી કારકિર્દી બાદ ઠાકોરભાઈ કાકાસાહે બ કાલેલકર સાથે ૧૯૨૪થી ૧૯૨૬ એમ બે વર્ષ સાબરમતી આશ્રમમાં રહ્યા હતા તે વખતે થોડો સમય શિક્ષકનું અને બાકી સમય માટે યંગ ઇન્ડિયા અને નવજીવનનું કામ સંભાળ્યું હતું. ૧૯૨૭-૨૮માં વિદ્યાપીઠમાં શિક્ષણકાર્ય કર્યું અને ૧૯૩૦માં મીઠા સત્યાગ્રહ સમયે તેમને છ માસની જ ેલ થઈ હતી. ૧૯૩૨માં પુનઃ ધરપકડ અને બે વર્ષ વિસાપુર જ ેલમાં રહ્યા હતા. ૧૯૩૯-૪૨ થોડો સમય નવજીવનમાં કામ કર્યું. ૧૯૪૨-૪૫માં ધરપકડ બાદ ત્રણ વર્ષની ફરી જ ેલ થઈ. ૧૯૪૬માં નવજીવનમાં હરિજનપત્રોનું સંપાદન કર્યું. અને એ [ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


જ વર્ષે ગૂજરાત વિદ્યાપીઠના નિયામક મંડળમાં જોડાયા. ૧૯૬૨થી 19૬૬ નવજીવન ટ્રસ્ટના મૅનેજિગ ં ટ્રસ્ટી રહ્યા. ૧૯૬૩થી ૧૯૭૧ સુધી ગૂજરાત વિદ્યાપીઠના કુ લનાયકપદે રહ્યા. ઠાકોરભાઈનું નામ આવે એટલે મહાગુજરાત આંદોલનના વિરોધી તરીકે મોરારજીની પેઠ ે તેમને ઘણા સમય સુધી જોવાતા. પણ ગુજરાત રાજ્યના પૂર્વ નાણાંમંત્રી સ્વ. દિનેશ શાહે નોંધ્યું છે કે, ઠાકોરભાઈ મહાગુજરાતના વિરોધી નહોતા, પણ તે માટે જ ે હિં સક આંદોલન ચાલ્યું અને નિર્દોષ માણસોએ શોષવું પડતું તે પ્રક્રિયા સામે તેમને ભારોભાર અણગમો હતો. ઠાકોરભાઈ ગુજરાતી ભાષાના હિમાયતી અને આઠમા ધોરણથી અંગ્રેજી શિક્ષણ અપાવું જોઈએ તેમ માનતા હતા. શિક્ષણનું માધ્યમ ગુજરાતી હોવું જોઈએ, એવો તેમનો દૃઢ મત હતો. જોકે તેઓ અંગ્રેજી ભાષાના વિરોધી નહોતા. ઠાકોરભાઈએ ગુજરાતી ભાષામાં સરસ અનુવાદો પણ આપ્યા છે, તેમાં મહત્ત્વના કહી શકાય તેવાં પુસ્તકોમાં ગીતાપ્રવચનો અને સ્થિતપ્રજ્ઞદર્શન છે. બીજુ ં એ પણ નોંધવું જોઈએ કે ભૂદાનની વ્યવહારિકતા અંગે ઠાકોરભાઈને વિનોબા સાથે મતભેદો હોવા છતાં વિનોબાના પુસ્તકોના ઉત્તમ અનુવાદ કરવાનું કામ તેમણે કર્યું. આજના રાજનેતાઓને જોઈએ ત્યારે ઠાકોરભાઈનું જીવન એક રાજપુરુષ તરીકે માત્ર કૉંગ્રેસના જ નહીં, પણ તમામ રાજકીય પક્ષોના રાજકારણમાં પ્રવેશનારા માણસો માટે પ્રેરણાદાયી છે. એમાંયે આજ ે રાજકારણ લોકકારણ મટીને લોકાભિમુખને બદલે લોકાવિમુખ બનતું જાય છે ત્યારે ઠાકોરભાઈની સ્મૃતિઓ વધુ તાજી થાય છે. રાજકારણમાં રહીને સંસદ કે વિધાનસભામાં જવા મળે અને પ્રધાનપદું મળતું હોય તો જ પ્રજાની સેવા થઈ શકે તેવું ઠાકોરભાઈ કદાપિ માનતા नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

નહોતા. કૉંગ્રેસપ્રમુખ થવા છતાં કદી ટિકિટની ઇચ્છા રાખી ન હતી. ૧૯૫૭માં રાજ્યસભાના સભ્ય તરીકે મોકલવા તેમના નામની ચર્ચા ચાલી ત્યારે તેમણે રમૂજમાં કહે લું કે, ત્યાં જઈને શું મંજીરાં વગાડવાનાં! સ્વાતંત્ર્ય સંગ્રામમાં ૧૯૨૪થી જોડાયેલા ઠાકોરભાઈએ ૧૯૪૫ સુધીમાં ત્રણ વખત જ ેલવાસ વેઠ્યો હતો. ૧૯૫૨થી ગુજરાત કૉંગ્રેસના મંત્રી અને ત્યાર બાદ ૧૯૫૮ સુધી પ્રમુખ રહ્યા. પક્ષનો પ્રમુખ કેવો હોય તેનું ઠાકોરભાઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ હતા. નવજીવન બ્લોકમાં રહે ત્યાંથી ભદ્રના કૉંગ્રેસ ભવન સુધી ગાંધીપુલ પર થઈને ચાલતા પહોંચતા, કાર્યાલયે જવાનું ૨-૦૦ વાગે નક્કી પણ આવવાનો સમય નક્કી નહીં. પરત પણ ચાલતા જ આવવાનું. કૉંગ્રેસ ભવનમાં પાંચ કલાક બેસીને સંગઠનનું કામ સંભાળે, નાનામાં નાના કાર્યકરને મળે. આવા પક્ષ પ્રમુખો આજ ે કેટલા? આવા પક્ષ પ્રમુખ હોય તો જ પક્ષ ઊંચો આવે. ૧૯૬૨માં કાર્યકર્તાઓના ભારે આગ્રહથી ચૂંટણી લડ્યા પણ હાર્યા. હાર્યા ત્યારે ચૂંટણીને કોર્ટમાં પડકારવાની ઘણાએ સલાહ આપી. ઠાકોરભાઈએ કહ્યું કે, પડકારવાનું વળી શું, હાર્યા એટલે હાર્યા! પછીથી વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા. તે વખતે મુખ્યમંત્રી કોણ બને તેની યાદીમાં ઠાકોરભાઈનું નામ પણ હતું. હિતેન્દ્ર દેસાઈ બળવંતરાય મહે તાના અવસાન પછી મુખ્યમંત્રી બનેલા એટલે તેમનું નામ પણ મોખરે હતું. કાર્યકર્તાઓએ પણ કહે વા માંડ્યું કે આપણે ધારાસભ્ય નહીં, પણ ઠાકોરભાઈ સ્વરૂપે મુખ્યમંત્રી ચૂંટીને મોકલ્યા છે. છાપાંઓમાં ચર્ચા ચાલી. સ્વ. દિનેશ શાહ અને સ્વ. જિતેન્દ્ર દેસાઈએ કહે લી વાત મુજબ ઠાકોરભાઈ હિતેન્દ્રભાઈને મળવા ગયા અને કહ્યું કે, મારે મુખ્યમંત્રી થવું નથી અને થવું હોય તો કોઈ રોકી શકે તેમ નથી, પણ આવી જાહે ર ચર્ચાઓ બંધ થવી જોઈએ. આવી ચર્ચાઓથી 183


પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. રાજકારણમાં, આજ ે આવી નિખાલસતા કોઈ પક્ષમાં દીવો લઈને શોધવા જઈએ તોપણ મળે તેમ નથી. હિતેન્દ્રભાઈનું પ્રધાનમંડળ ઠાકોરભાઈથી શોભતું અને દિલ્હીમાં મોરારજીની ઉત્તમ આભા પાછળ ઠાકોરભાઈ જ ેવા પક્ષના શિસ્તબદ્ધ સૈનિકનું બળ હતું એમાં લેશમાત્ર શંકા નથી. ઠાકોરભાઈ જાહે રમાં સ્પષ્ટ કહે તા કે લોકો સત્તા, સંપત્તિ અને સ્ત્રી માટે રાજકારણમાં આવે છે. ૧૯૬2માં ઠાકોરભાઈએ જ ે કહે લું તે આજ ેય કેટલું પ્રસ્તુત છે તેનો ખ્યાલ આવે છે. તેમણે કહે લું કે, વિધાનસભાનો દરે ક સભ્ય એમ માનતો હોય છે કે હં ુ પ્રધાન જ નહીં, પણ મુખ્ય પ્રધાન થવાને લાયક છુ ,ં મારા ગ્રહો મજબૂત નથી, મારે મોવડીમંડળ સાથે ઘનિષ્ઠ સંબંધ નથી, તેથી હં ુ પ્રધાન થઈ શક્યો નથી. બાકી હં ુ મુખ્ય પ્રધાન થઈ શકું. અંતે પોતાને મુખ્ય પ્રધાનને લાયક માનનારાને કોઈ સામાન્ય સમિતિના ચૅરમૅન થવાનું મળે, અરે ! સભ્ય થવાનું મળે, તોપણ રાજી રાજી થઈ જાય. (રવિયા દૂબળાના રખેવાળ પુસ્તકના પૃ. ૧૧૮) ૧૯૬૭માં ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ તરીકે તેઓ સારસામાં કૉંગ્રેસ પક્ષના ઉમેદવારનો પ્રચાર કરવા ગયેલા ત્યાં સ્વતંત્ર પક્ષના ભાઈકાકા ઉમેદવાર હતા. ઠાકોરભાઈએ કહ્યું કે, હં ુ કૉંગ્રેસનો સૈનિક છુ ં અને પ્રમુખ છુ ,ં એટલે કૉંગ્રેસના ઉમેદવાર ચૂંટાય તેમ ઇચ્છું અને મને એ જ ગમે. એવામાં ભાઈકાકાના સાથી આનંદ અમીન ત્યાં આવ્યા. તેમની સામે જોઈને ઠાકોરભાઈએ કહ્યું, મને કૉંગ્રેસનો ઉમેદવાર જીતે તે જ ગમે તેમ છતાં વિધાનસભામાં સારા માણસોની જરૂર છે એટલે તમારે ભાઈકાકાને જિતાડી મોકલવા જોઈએ. એ હારી ન જાય તે જોજો. વિરોધ પક્ષમાં પણ લોકશાહીમાં સારા માણસોની જરૂર છે અને તે ચૂંટાવા જોઈએ તેવું સત્તાપક્ષના પ્રમુખ જાહે રમાં

કહે તેથી ઉત્તમ સંસદીય લોકશાહીની ઉજ્જ્વળ પરં પરા બીજી શી હોઈ શકે? લોકાભિમુખ રાજનેતા કેવો હોય—એક વાર ઠાકોરભાઈ પ્રધાન હતા ત્યારે બે-ચાર રવિયા આદિવાસી ફરિયાદ લઈને શાહીબાગ તેમને બંગલે પહોંચ્યા, તેમનો પ્રશ્ન એ હતો કે તેમણે જ ે જમીનમાં ઘઉં વાવ્યા હતા તે સરકારી જમીન હતી. ગરીબ રવિયા જમીનનો કેસ હારી ગયા. સરકારી અધિકારીઓએ કહ્યું કે, હવે જમીન અને વાવેલાપાકેલા ઘઉં બધું જ સરકારનું બને છે. ગરીબોનાં મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જતો હતો. ઠાકોરભાઈએ રવિયાઓને બીજ ે દિવસે ઑફિસે બોલાવ્યા. અધિકારીને ફાઈલ લઈને બોલાવ્યા. અધિકારીએ કહ્યું કે, જમીન સરકારી એટલે ઘઉં પણ સરકારી કહે વાય. ઠાકોરભાઈએ કહ્યું કે, શાહીબાગ પ્રધાનોના સરકારી બંગલા છે, ત્યાં શાકભાજી ઉગાડાય છે, જ ે પ્રધાનો મફતમાં લે છે તેની આવક સરકારમાં જમા થતી નથી તો પછી અહીં કેવી રીતે ઘઉં સરકારના કહે વાય? ઠાકોરભાઈએ ખેડૂતો પાસે લખાવ્યું કે જમીન અમે ચુકાદા મુજબ આપી દઈશું, રવિયાઓને કહ્યું કે, તમે તમારે ઘઉં લઈ લો. કોઈ પૂછ ે તો કહે જો કે, ઠાકોરભાઈએ કહ્યું છે. અધિકારીઓને કહ્યું કે, જરૂર પડશે તો હં ુ ત્યાં જઈશ. એક રાજનેતા હોવા છતાં લોહીમાં પ્રજાની સેવા જ વહે તી હોય તેવા રાજકારણીઓની જાતિ જ જાણે હવે લુપ્ત થતી જાય છે. સત્તા માટે રાજકારણમાં આવનારાની જમાત કૂ દકે ને ભૂસકે વધતી જાય છે. સારો માણસ પણ રાજકારણના કુંડાળામાં પગ પડ્યા પછી ખૂબ ઝડપથી બગડી જાય છે. ત્યારે ઠાકોરભાઈ દેસાઈ જ ેવા લોકસેવક રાજપુરુષોની ભારે ખોટ વર્તાય છે. 

184

[ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીમૂલ્યોના સિંચનનો નવજીવનનો પ્રયાસ

નવજીવન ટ્રસ્ટના મેને. ટ્રસ્ટી વિવેક દેસાઈ અને ડિપીએસના ઓએસડી ઉન્મેક્ષ દિક્ષિત

નવજીવન પ્રકાશન મંદિરનો મુખ્ય ઉદ્દેશ ગાંધીસાહિત્યના પ્રચાર-પ્રસારનો રહ્યો છે, અને તે

કાર્ય નવજીવને બખૂબી નીભાવ્યું છે. આજ ે નવજીવન ગાંધીસાહિત્ય અને અન્ય પુસ્તકો સહિત અંદાજ ે બે હજાર પુસ્તકોનાં ટાઇટલ ધરાવે છે. જોકે, નવજીવન આગામી વર્ષમાં ઊજવનારી ગાંધીજીની દોઢસોમી જન્મજંયતીના પ્રસંગે પોતાના ઉદ્દેશ્ય ઉપરાંત કેટલાક નવા કાર્યક્રમોનું પણ આયોજન કરી રહ્યું છે. હાલમાં જ નવજીવનના સહયોગથી દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલ ખાતે એક આયોજન થયું, જ ે અંતર્ગત બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ ગાંધીપરીક્ષા આપી હતી. ગાંધીજીના મૂલ્યોનું વિદ્યાર્થીકાળથી જ સિંચન થાય તો આ કદમ ચોક્કસ સમાજને અનેકગણું વળતર આપશે. ગાંધીપરીક્ષાનો આ પ્રથમ પ્રયોગ શાળા સ્તરે દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલ ખાતે થયો. આગામી સમયમાં અન્ય શાળાઓમાં પણ નવજીવનના સહયોગથી પરીક્ષા લેવાશે. વર્તમાન સમયમાં ગાંધીજીની પ્રસ્તુતતા વધુ ને વધુ અનુભવાઈ રહી છે, ત્યારે તે ખૂબ જરૂરી છે કે ગાંધીજી વિશેની પાયાની માહિતી વિદ્યાર્થીઓ જાણે, નવજીવને આ અર્થે જ આત્મકથાના આધારે પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે, જ ેમાં ગાંધીજીના સત્યના પ્રયોગની પૂર્ણ કથા આવરી લેવાઈ છે. ગાંધીજી અંગે પ્રાથમિક માહિતી અને તે સાથે તેમની પાયાની ફિલસૂફી બહોળા વર્ગ સુધી સુધી પહોંચે તે અર્થે નવજીવન આજ દિન સુધી પ્રતિબદ્ધ રહ્યું છે અને હવે તે પ્રતિબદ્ધતા સીધા લોકસંપર્કથી કેળવાય તે માટે નવજીવન આવા અનેક પ્રકલ્પો હાથ ધરી રહ્યું છે.

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

185


ગાંધીજી-કૅ લનબૅકની મિત્રતાનો દસ્તાવેજ : Soulmates : The Story of Mahatma Gandhi and Hermann Kallenbach નિલય ભાવસાર દક્ષિણ આફ્રિકામાં બે દાયકાના જીવનમાં ગાંધીજીએ જ ે-જ ે મહામૂલી મૂડી મેળવી, તે મૂડીમાં તેમના ગોરા સહાયકોની પણ ગણના થાય છે, જ ેઓ પરોક્ષ-પ્રત્યક્ષ રીતે આજીવન તેમના સાથી બની રહ્યા. તેમાંના એક એટલે મૂળ જર્મનવાસી અને ધર્મે યહૂદી હર્મન કૅ લનબૅક. ૧૯૦૩ કે 1904માં હર્મન કૅ લનબૅકની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત થાય છે; અને પછી તો ધર્મ અને જીવનશૈલીના ગહન ચર્ચા-વિમર્શના દોરથી આ બંને વચ્ચે મુલાકાતોની હારમાળા સર્જાય છે. સમૃદ્ધ શિલ્પી અને વિવિધ ક્ષેત્રમાં મોખરાનું સ્થાન મેળવનાર કૅ લનબૅક પછીથી ગાંધીજીના આધ્યાત્મિક સાથી બની રહે છે. ઉપરાંત, ગાંધીજી લખે છે તેમ “સત્યાગ્રહી કેદીઓના કુ ટુબ ં ને એક સાથે રાખવાનો જ્યારે વિચાર થયો ત્યારે કૅ લનબૅકે જ પોતાનું ૧૧૦૦ વીઘાનું ખેતર કોમને વગર ભાડે સોંપ્યું.” આ બંનેની લાંબી મૈત્રી દરમિયાન જ દક્ષિણ આફ્રિકાની ધરી પર સત્યાગ્રહનો એક આખો ઇતિહાસ પણ સર્જાય છે. ગાંધીજી અને કૅ લનબૅકની મૈત્રીના આવા અનેક પડાવ છે, જ ેનો દસ્તાવેજ Soulmates : The Story of Mahatma Gandhi and Hermann Kallenbach પુસ્તક છે. ઇઝરાયલ નાગરિક શીમોન લેવ લિખિત આ પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે તેમાંથી અનેક અજાણી માહિતીનો ખજાનો મળે છે, તેના થોડા અંશ પુસ્તકના પરિચયકારે અહીં આપ્યા છે. …

મહાત્મા ગાંધી અને હરમન કૅ લનબૅકની પ્રથમ દક્ષિણ આફ્રિકા આવ્યા હતા કે જ્યાં તેમનાં કેટલાંક

મુલાકાત વર્ષ ૧૯૦૩ અથવા ૧૯૦૪માં તેમના એક મિત્ર આર. કે. ખાન થકી દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. ગાંધીજી અને કૅ લનબૅક વચ્ચે થયેલા પત્રવ્યવહારમાંથી તેમની પ્રથમ મુલાકાત અંગેની કોઈ જાણકારી મળતી નથી. ગાંધીજી અને કૅ લનબૅક વર્ષ ૧૯૦૮થી ૧૯૧૩ દરમિયાન ગાઢ મિત્રો બની રહ્યા. આ પુસ્તકનાં પ્રથમ પ્રકરણ ‘ગાંધી અને કૅ લનબૅકની મુલાકાત’માં લેખક કૅ લનબૅકનો પ્રાથમિક પરિચય આપતાં લખે છે કે વર્ષ ૧૮૯૬ના ઉનાળામાં પોતાની પરીક્ષાઓ પૂર્ણ કરીને હરમન કૅ લનબૅક (૧ માર્ચ, ૧૮૭૧થી ૨૫ માર્ચ, ૧૯૪૫) Soulmates The Story of Mahatma Gandhi and Hermann Kallenbach By Shimon Lev Pubૹ Orient Blackswan Private Limited First Published 2012

186

સગાંસંબંધીઓ અગાઉથી જ સોનાં અને ખનનના વ્યવસાયમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યાં હતાં. દક્ષિણ આફ્રિકા આવ્યા કે તેના બીજા દિવસથી જ કૅ લનબૅકે એક જર્મન આર્કિટેક્ટ માટે કાર્ય કરવાનું શરૂ કરી દીધું અને ત્યાર બાદ તે જ વર્ષ (૧૮૯૬)માં ઑક્ટૉબર મહિનામાં તેમણે પોતાની એક અલગ જ આર્કિટેક્ટની ઑફિસ શરૂ કરી. પ્રથમ નજરે વિરોધાભાસી દેખાતા એવા આ બંને મહાનુભાવોનાં વ્યક્તિત્વની ઓળખ કરાવતાં લેખક લખે છે કે એક બાજુ હરમન કૅ લનબૅક ઊંચા, ગોરા, ખડતલ, યહૂદી, ધર્મનિરપેક્ષ, અવિવાહિત, આડંબરી, ભારે પ્રતિભાશાળી અને સમૃદ્ધ આર્કિટેક્ટ, વિવિધ પ્રકારની રમતગમત, થિયેટર, મોજશોખ, સ્ત્રીઓમાં રસ ધરાવતા વ્યક્તિ હતા અને પોતાનો અંગત જુ સ્સો સંતોષવા માટેના વ્યસની હતા. બીજી બાજુ ગાંધીજી એક એશિયન વકીલ, વૈરાગી, કરકસરયુક્ત જીવન જીવનારા, ધર્મ પ્રત્યે કેન્દ્રિત, નૈતિકતા અને સત્યમાં [ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


માનનારા વ્યક્તિ હતા. ગાંધીજી એક એવા કૌટુબિ ં ક વ્યક્તિ હતા કે જ ેમણે બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને સામાજિક સુધારા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. એક વખત આર. કે. ખાન થકી ઓળખાણ થયા બાદ ગાંધીજી અને કૅ લનબૅક, ધર્મ અને જીવનશૈલી વિષયક ગહન ચર્ચાઓ કરતા હતા અને તેઓ બંને મોટેભાગે ઝીગલરનાં શાકાહારી ભોજનાલયમાં જ મળતા હતા. આમ, આ પ્રથમ પ્રકરણમાં દક્ષિણ આફ્રિકા આવેલા હરમન કૅ લનબૅકનાં પ્રારં ભિક વર્ષો અને વ્યવસાયની વાત રજૂ કરવામાં આવી છે, સાથે તેમની ગાંધીજી સાથેની પ્રાથમિક મુલાકાત અને ચર્ચાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ પુસ્તકના દ્વિતીય પ્રકરણ ‘ઉપલું ઘર અને નીચેનું ઘર’ની શરૂઆતમાં જ લેખક નોંધે છે કે ‘તેઓ (ગાંધીજી અને કૅ લનબૅક) ધર્મમાં દરે ક

(ડાબેથી) ગાંધીભાઈ, દક્ષિણ આફ્રિકાનાં તેમનાં સાથીદારો સોન્જા શ્લેશિન અને હર્મન કૅ લનબૅક

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

પ્રવૃત્તિઓનાં મૂળ શોધવાના પ્રયત્નો કરી રહ્યા હતા’. વર્ષ ૧૯૦૮ના માર્ચ મહિનામાં ડરબનથી પરત આવ્યા બાદ ગાંધીજી જોહાનિસબર્ગ સ્થિત કૅ લનબૅકના મકાનમાં તેમની સાથે લગભગ દોઢેક વર્ષ જ ેટલું રહ્યાં, પરં તુ આ વિશે વિવિધ સંશોધકો દ્વારા પણ ઇતિહાસમાં ક્યાંય વિસ્તૃત નોંધ લેવામાં આવી નથી. આ પ્રકરણમાં કૅ લનબૅક પર પડેલો ગાંધીજીનો પ્રભાવ, તેઓ સાથે રહે તા હતા તે સમયનો ઘટનાક્રમ અને ગાંધીજી સાથે રહે તાં કૅ લનબૅકમાં આવેલું પરિવર્તનની વિગતે વાત કરવામાં આવી છે. આ જ પ્રકરણમાં ‘કૅ લનબૅકના તેમના પરિવારને લખેલા પત્રો’ શીર્ષક હે ઠળ પોતાના ભાઈ સાયમનને લખેલા એક પત્રમાં કૅ લનબૅક લખે છે કે ગત ત્રણ મહિનાથી ગાંધીજી મારી સાથે રહે છે અને રસોડામાં એક જ ટેબલ પર મારી સામે બેસીને લખી રહ્યા છે. તેઓ ભારતીય છે અને તેમનો ધર્મ હિં દુ છે. છેલ્લાં પાંચ અઠવાડિયાથી અમારે ત્યાં કોઈ જ નોકર નથી અને અમે પોતાનું બધું જ કાર્ય જાતે કરી રહ્યા છીએ. આ પ્રકારના જીવનથી વ્યક્તિનો સ્વતંત્ર રીતે વિકાસ થાય છે અને વ્યક્તિ વધારે સારો બને છે. આ પુસ્તકનાં ત્રીજાં પ્રકરણ “ટૉલ્સ્ટૉય ફાર્મ”ની શરૂઆતમાં ‘ગાંધીજી પર ટૉલ્સ્ટૉયનો પ્રભાવ’ શીર્ષક હે ઠળ ગાંધીજી તેમના જીવનમાં ટૉલ્સ્ટૉય અને તેમનાં પુસ્તકથી કેવી રીતે પ્રભાવિત થયા અને તે સિવાય કૅ લનબૅક ટૉલ્સ્ટૉય વિશે કેટલું જાણતા હતા તે વાત નોંધવામાં આવી છે. સાથે લેખક એ પણ નોંધે છે કે ગાંધીજીએ કૅ લનબૅકની હાજરીમાં હિં દ સ્વરાજ્યનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું કે જ ે ટૉલ્સ્ટૉયને મોકલવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૧૧ના ઑગસ્ટ મહિનામાં કૅ લનબૅક યુરોપનો પ્રવાસ ખેડી રહ્યા હતા ત્યારે તેમણે હિં દ સ્વરાજ્યનો જર્મનમાં અનુવાદ કરવાનો 187


વિચાર કર્યો હતો પરં તુ, સંદર્ભ-ગ્રંથ અને શબ્દકોશના અભાવે તેઓ આ અનુવાદ કરી શક્યા નહોતા. વર્ષ ૧૯૧૦ના જૂ ન મહિનામાં ટૉલ્સ્ટૉય આશ્રમની સ્થાપનાના બે મહિના પછી કૅ લનબૅકે ટૉલ્સ્ટૉયને એ મુજબનો પત્ર લખ્યો હતો કે આ આશ્રમનું નામ ‘ટૉલ્સ્ટૉય ફાર્મ’ કેમ રાખવામાં આવ્યું છે અને તે પત્રનો પણ આ પ્રકરણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય ટૉલ્સ્ટૉય ફાર્મમાં હરમન કૅ લનબૅકનો મહત્ત્વનો ફાળો (જ ેમાં ટૉલ્સ્ટૉય ફાર્મની રચના, ફાર્મમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ વગેરે) અને દક્ષિણ આફ્રિકાના સમયમાં કૅ લનબૅક ગાંધીજીના અગ્રણી આધ્યાત્મિક ભાગીદાર હતા તેની પણ માંડીને વાત કરવામાં આવી છે. પુસ્તકનું ચોથું પ્રકરણ હરમન કૅ લનબૅકની યુરોપ યાત્રા વિશે છે. કૅ લનબૅક તારીખ ૩૧ જુ લાઈ, ૧૯૧૧ના રોજ દક્ષિણ આફ્રિકાથી નીકળ્યા અને ૧૯ ઑગસ્ટ; ૧૯૧૧ના રોજ તેઓ લંડન પહોંચ્યા અને ત્યાં તેઓ કુ લ ૨૨ દિવસ રોકાયા હતા. આ દરમિયાન ગાંધીજી અને કૅ લનબૅક વચ્ચે પત્રવ્યવહાર થતો રહે તો કે જ ેના કેટલાક અંશ આ પ્રકરણમાં

નોંધવામાં આવ્યા છે. કૅ લનબૅક ઑગસ્ટના અંતમાં ટૉલ્સ્ટૉયની કૃ તિઓનું અંગ્રેજીમાં અનુવાદ કરનાર એઈલ્મર મોડ [Aylmer Maude]ને મળ્યા હતા અને ટૉલ્સ્ટૉય વિશે મોડ શું વિચારે છે તેનો એક અહે વાલ તેમણે ગાંધીજીને મોકલ્યો હતો. ઇંગ્લેંડમાં ત્રણ વ્યસ્ત અઠવાડિયા પસાર કર્યા બાદ કૅ લનબૅક, ડૉ. પ્રાણજીવન મહે તાને મળવા માટે બેલ્જિયમ પણ ગયા હતા અને ત્યાં તેમનો ભેટો હે નરી પોલાકની સાથે થયો હતો. આ ત્રણેયે ત્યાં ફિનિક્સ ફાર્મ, ટૉલ્સ્ટૉય ફાર્મ અને ગાંધીજી વિશે ચર્ચાઓ કરી હતી. ત્યાર બાદ કૅ લનબૅક તેમના પરિવારને મળવા માટે જર્મની ગયા હતા. આ પ્રકરણમાં ‘જર્મનીકૅ લનબૅક તેમના પરિવાર સાથે’ શીર્ષક હે ઠળ કૅ લનબૅકની આ મુલાકાતનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આગળ ‘જ્યુડીથ’ શીર્ષક હે ઠળ કૅ લનબૅકની ભત્રીજી જ્યુડીથ સાથેના તેમના (કૅ લનબૅકના) સંબંધોની લાંબી વાત લેખકે કરી છે. પાંચમાં પ્રકરણની શરૂઆતમાં લેખકે ‘ટૉલ્સ્ટૉય ફાર્મમાં દૈનિક જીવન’ શીર્ષક હે ઠળ તારીખ ૬ ફે બ્રુઆરી, ૧૯૧૨થી લઈને કૅ લનબૅકે ટૉલ્સ્ટૉય

ટૉલ્સ્ટૉયવાડીના પહે લા વસનારાઓ; મધ્યમાં ગાંધીજી અને કૅ લનબૅક

188

[ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ફાર્મમાં પસાર કરે લા દિવસો અને અનુભવોની વિગતે વાત કરી છે જ ે પૈકી કૅ લનબૅકે એક પત્રકારને ટૉલ્સ્ટૉય ફાર્મમાં ‘ગાંધીજીનું ટૉલ્સ્ટૉય ફાર્મમાં જીવન’ વિષયક ઇન્ટરવ્યૂ આપ્યો હતો તેના કેટલાક અંશ પણ અહીં નોંધવામાં આવ્યા છે. વર્ષ ૧૯૧૨ના ઑક્ટૉબર મહિનામાં કૅ લનબૅકે તેમની ડાયરીમાં નોંધ્યું છે કે ગાંધીજીના ઊંડા પ્રભાવથી હવે હં ુ મારો આર્કિટેક્ટનો વ્યવસાય ત્યાગી રહ્યો છુ .ં ત્યાર બાદ તેમણે ટૉલ્સ્ટૉય ફાર્મમાં મજૂ રીનું તમામ કાર્ય કર્યું કે જ ેમાં વૃક્ષો રોપવાં, પાઇપલાઇન નાખવી, શાકભાજીની ખેતી માટેનું મેદાન તૈયાર કરવું, લાકડાં ચીરવાં, સ્ટેશનથી લાકડાં લાવવાં, પાણીની ટાંકી ઊભી કરવી અને ખેતરની વાડ બાંધવી જ ેવાં કાર્યોનો સમાવેશ થતો હતો. આ પ્રકરણમાં જ આગળ ગોખલેની (ઑક્ટૉબર-નવેમ્બર ૧૯૧૨માં) ટૉલ્સ્ટૉય ફાર્મની અને કૅ લનબૅક સાથેની મુલાકાત, ગાંધીજી વર્ષ ૧૯૧૩ના જાન્યુઆરી માસમાં ટૉલ્સ્ટૉય ફાર્મ છોડે છે અને દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ઝાયોનવાદ (Zionism) તરફના અભિદર્શનની વાત કરવામાં આવી છે. ‘મણિલાલ ગાંધી પર સંકટ’ શીર્ષક હે ઠળ મણિલાલ ગાંધીએ કૅ લનબૅકની ઑફિસે પત્ર લખ્યો હતો (સાથે ગાંધીજીને સંબોધન કરતી એક અંગત ચિઠ્ઠી પણ બીડવામાં આવી હતી) કે જ ેમાં ફિનિક્સ ફાર્મના પરિણીત શિક્ષિકા જ ેકી સાથેના તેમના (મણિલાલના) પ્રણયની કબૂલાત કરતી વર્ષ ૧૯૧૩ની ઘટનાનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તકનાં છઠ્ઠાં પ્રકરણમાં ‘કૅ લનબૅકની ડાયરીજ ેનેટને પત્ર’ શીર્ષક હે ઠળ લેખક લખે છે કે દક્ષિણ આફ્રિકામાં કૅ લનબૅકની વિગતવાર લખેલી ડાયરી હાલ કૅ લનબૅક આર્કાઇવ્ઝમાં સાચવવામાં આવી છે. તેમાં પણ મહત્ત્વની વાત એ છે કે કૅ લનબૅક જ્યારે જ ેલમાં હતા ત્યારે તેમણે બહે ન જ ેનેટ માટે લાંબી नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

અને વિગતવાર ‘ડાયરી-પત્ર’ (૨૧ નવેમ્બર, ૧૯૧૩થી ૧૬ ડિસેમ્બર, ૧૯૧૩) લખ્યા હતા, તે સમયની ઘટનાઓની નોંધ કરવામાં આવી છે. આ પ્રકરણમાં આગળ દક્ષિણ આફ્રિકામાં ૧૫ સપ્ટેમ્બર, ૧૯૧૩ના રોજ શરૂ થયેલા સત્યાગ્રહ અને તેમાં કૅ લનબૅકની ભૂમિકા શું હતી તેની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. આ સમયે માઉન્ટન વ્યૂ સ્થિત કૅ લનબૅકનું મકાન સત્યાગ્રહીઓ માટેનું મુખ્યાલય બની ગયું હતું અને કૅ લનબૅકે આ હે તુથી જ ત્યાં રૂમ બનાવડાવ્યા હતા. આગળ ‘કૅ લનબૅકની ધરપકડ’ શીર્ષક હે ઠળ કૅ લનબૅક દ્વારા લિખિત પોતાની ધરપકડ (૧૦ નવેમ્બર, ૧૯૧૩ના રોજ)ની સમગ્ર ઘટનાનું વર્ણન અહીં નોંધવામાં આવ્યું છે. જ ેમાં જ ેલવાસ દરમિયાનની પ્રવૃત્તિઓ વિશે કૅ લનબૅક લખે છે કે તેઓ જ ેલમાં દરરોજ બે કલાક શાકભાજીના બગીચામાં કામ કરતા હતા, પુસ્તકો વાંચતા હતા અને પત્રો લખતા હતા સાથે તેમણે ત્યાં હિં દી ભાષા શીખવાનું અને ભગવદ્ ગીતા વાંચવાનું પણ શરૂ કર્યું હતું. અંતે આ પ્રકરણમાં ‘દક્ષિણ આફ્રિકા છોડતી વેળાએ’ શીર્ષક હે ઠળ અહીં કૅ લનબૅક દ્વારા આપવામાં આવેલ વિદાય વેળાના ભાષણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકનાં સાતમાં પ્રકરણ ‘પ્રથમ વિશ્વયુદ્ધ –ગાંધીજી અને કૅ લનબૅકનું છૂટા પડવું’ની શરૂઆતમાં લેખક લખે છે કે ગાંધીજી, કસ્તૂરબા અને કૅ લનબૅકે ૧૮ જુ લાઈ, ૧૯૧૪ના રોજ દક્ષિણ આફ્રિકા છોડ્યું અને ઇંગ્લેન્ડ જતાં રસ્તામાં સ્ટીમરમાં ગાંધીજી કસ્તૂરબાને ગીતા અને રામાયણના પાઠ વાંચી સંભળાવતા હતા અને કૅ લનબૅકને દરરોજ એક કલાક ગુજરાતી ભાષા શીખવાડતા હતા. જોકે ત્યાર બાદ કૅ લનબૅક ઇંગ્લેન્ડમાં જ રોકાઈ ગયા હતા અને ગાંધીજી ભારત આવ્યા હતા. અહીં કૅ લનબૅકને અટકાયત કેમ્પમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા 189


અને બાદમાં તેઓને જાન્યુઆરી ૧૯૧૭માં છોડવામાં આવ્યા. ત્યાંથી લઈને થોડા સમય સુધી તેઓ ગાંધીજીનો સંપર્ક સાધી શક્યા નહોતા, તે ઘટનાનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુમાં આ પ્રકરણમાં ‘કૅ લનબૅક દક્ષિણ આફ્રિકા પરત આવ્યા’ શીર્ષક હે ઠળ ગાંધીજી અને કૅ લનબૅકનો ભાવનાત્મક પત્રવ્યવહાર, કૅ લનબૅક ફરી આર્કિટેક્ટનો વ્યવસાય શરૂ કરે છે તેની વાત છે. આઠમાં પ્રકરણ ‘ગાંધી અને ઝીઓન દરમિયાન’ શરૂઆતમાં ઝીઓનિસ્ટ અને ભારતના સંબંધોની સંક્ષિપ્ત ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી છે. ભારત જઈને ત્યાંના નેતાઓને ઝીઓનિસ્ટ વિચારધારાનો પરિચય આપવા માટે કૅ લનબૅકનું નામ સૂચવવામાં આવે છે તે ઘટનાનું વર્ણન છે. આગળ લેખક લખે છે કે આ કાર્ય માટે કૅ લનબૅક ૨૦ મે, ૧૯૩૭ના રોજ ભારત આવે છે અને તે દિવસે મુંબઈની ઊડતી મુલાકાત લઈને રાતની ટ્રેનમાં જ તિથલ જવા માટે નીકળે છે. તે સમયે ગાંધીજી આરોગ્યના પ્રશ્નને ધ્યાનમાં રાખીને તિથલમાં મહાદેવ દેસાઈના ઘરે રોકાયા હતા. કૅ લનબૅક ત્યાં સવારે સાડા ચારે પહોંચે છે અને મહાદેવ દેસાઈ તેમને લેવા માટે ત્યાં હાજર હતા અને તે સમયે ગાંધીજી તેમના શિષ્યોની સાથે સવારની પ્રાર્થના કરી રહ્યા હતા. વધુમાં ‘ઝીઓનિઝમ: ગાંધીજી પર કૅ લનબૅકનો પ્રભાવ’ શીર્ષક હે ઠળ કૅ લનબૅક ગાંધીજીને ઝીઓનિસ્ટ કાર્યનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરે છે અને તે સિવાયના અન્ય રાજકીય મુદ્દાઓ પણ

કૅ લનબૅકના પત્રોનો સંગ્રહ

અહીં ચર્ચવામાં આવ્યા છે. આ પ્રકરણના અંતમાં કૅ લનબૅકનાં ભત્રીજી હન્ના લઝારે વર્ષ ૧૯૩૮ના જૂ ન મહિનામાં ગાંધીજીના આશ્રમની મુલાકાત લીધી હતી તેનું પણ અહીં વર્ણન છે. પુસ્તકનાં અંતિમ પ્રકરણ ‘યહૂદીઓ’માં સૌપ્રથમ ગાંધીજીના યહૂદીની દુનિયા, નાઝી જર્મની અને પેલેસ્ટાઇનના બે મુખ્ય પ્રશ્નોને રજૂ કરતા લેખમાં (૨૬ નવેમ્બર, ૧૯૩૮ના રોજ સમાચારપત્રોમાં પ્રકાશિત થયો હતો) ‘યહૂદીઓ’ની ચર્ચા કરવામાં આવી છે. આ મુદ્દે ગાંધીજીના દૃષ્ટિકોણથી ગાંધીજીના ઘણા મિત્રો અને પ્રશંસકો નારાજ થયા હતા. આગળ ‘કૅ લનબૅકની ભારતની બીજી મુલાકાત’ શીર્ષક હે ઠળ તારીખ ૨૧ જાન્યુઆરી, ૧૯૩૯ના રોજ તેઓ મુંબઈ આવે છે તે સમગ્ર મુલાકાતનું વર્ણન કરવામાં આવ્યું છે. અને અંતમાં ‘દ્વિતીય વિશ્વયુદ્ધ અને હરમન કૅ લનબૅકનું મૃત્યુ’ શીર્ષક હે ઠળ લેખક નોંધે છે કે કૅ લનબૅક દુઃખી અને એકલા દક્ષિણ આફ્રિકા પરત ફરે છે અને માર્ચ ૧૯૪૫માં તેઓ મૃત્યુ પામે છે. 

190

[ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ આ વર્ષે માર્ચમાં આરં ભેલો ખેડા સત્યાગ્રહ તેના અંતિમ તબક્કામાં આવી પહોંચે છે. ખેડાના ગામેગામ ગાંધીજીના વક્તવ્યનો વણથંભ્યો દોર ચાલુ છે, જ ેમાં ગાંધીજી પ્રજાને પજવનારી મહે સૂલની વિગતોનો વિસ્તૃત અહે વાલ આપે છે. આ અહે વાલમાં ગાંધીજી સરકારની મર્યાદા દાખવવામાં ક્યાંય મણા દાખવતા નથી. ખેડાની કટોકટી અંગે સરકારને જવાબ આપતી વેળાએ ગાંધીજી એક જગ્યાએ મહે સૂલ બાબતે લખે છે કે, “ચોખ્ખી પ્રતીતિ થાય છે કે સરકાર હઠ પકડી બેઠી છે, અને કમિશનર તેનો નાયક બન્યો છે.” આ માસના મધ્યમાં બોરસદ તાલુકાના ઢૂ ડં ાકૂ વા ગામે આપેલાં એક ભાષણમાં તો ગાંધીજી કમિશનરને પ્રેટ સાહે બનું સંબોધન કરીને તેમનું કથન ટાંકે છે, જ ેમાં મિ. એફ. જી પ્રેટ ે કહ્યું હતું કે, “મારા હુકમની સામે થનારને ભારે સજા કરવામાં આવશે.” પ્રેટનું કહે વા મુજબનું ન થયું તે અંગે ગાંધીજી પોતાના મત દર્શાવતાં કહે છે કે, “એમનું કથન રાક્ષસી હતું.” જોકે, સરકાર સામેનાં ભાષણોમાં બંડના સૂર સાથે તેઓ મહદંશે રૈ યતને સત્યાગ્રહ અંગે પણ સમજ કેળવાય તે ઉદ્દેશ્યથી પોતાની વાત મૂકે છે. ઢૂ ડં ાકૂ વામાં જ તેઓ અંતે કહે છે, “સત્યાગ્રહી કદી હારતો નથી, પણ જ ેને સત્યાગ્રહ કરતાં નથી આવડતો તે હારે છે.” મે માસના અંતે ખાંધલીમાં તો તેમનું ભાષણ ‘સત્યાગ્રહના રહસ્ય’ વિશે જ રહ્યું. સત્યાગ્રહ સાથે પત્રોનો દોર પણ અટક્યો નથી. પુત્ર હરિલાલને દોરવણી આપતાં તેઓ પત્રમાં લખે છે કે, “તમે સાચા છો તો સત્ય ઉપરથી વિશ્વાસ ન છોડજો. સાચ એ જ પરમેશ્વર છે.” જોકે ખેડા સત્યાગ્રહની વ્યસ્તતા વચ્ચે પણ ગાંધીજી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકમાં હાજરી આપે છે. બિજાપુરમાં મુંબઈ પ્રાંતિક પરિષદ તથા અંત્યજ પરિષદમાં હાજરી આપે છે. મે માસના મધ્યમાં ચંપારણ જવા નીકળે છે અને મોતીહારીમાં આશ્રમનો શિલારોપણ વિધી કર્યા પછી પાછા ખેડા આવે છે. બિહારથી આવ્યા બાદ જૂ ન માસના પ્રથમ અઠવાડિયામાં જ ઉત્તરસંડાના મામલતદારનો હુકમ તલાટીએ વાંચી સંભળાવ્યો, જ ે મુજબ ગામના ધનિક ખેડૂતોએ પોતાનું બાકી મહે સૂલ ભરી દેવાનું હતું, જ્યારે ગરીબ ખાતેદારોનું મહે સૂલ આવતા વરસ સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. આ જાહે રાત બાદ ગાંધીજીએ કલેક્ટરને તમામ દંડ પાછો ખેંચીને આખા જિલ્લાને ઉત્તરસંડા જ ેવો જ હુકમ લાગુ પાડવામાં આવે તો લડત બંધ થાય, તેવું સૂચન કરે છે. કલેક્ટરે સૂચન સ્વીકાર્યું અને લડતનો અંત આવ્યો. જોકે, ગાંધીજી-સરદારની સહી નીચે ઢંઢરે ાના રૂપમાં ખેડાની પ્રજા માટે જ ે પત્ર પ્રસિદ્ધ થયો, તેમાં ખેડા સત્યાગ્રહની સમાપ્તિને ‘માધુર્યરહિત અંત’ તરીકે લેખવામાં આવી. આ પત્રમાં માધુર્યરહિત અંતનું કારણ આપવામાં આવ્યું કે: “હુકમ ઉદાર દિલથી રાજી થઈને કરવામાં નથી આવ્યો, પણ પરાણે થયાનો આભાસ છે” લડત બાદ ‘ડુગ ં ળીચોર’ તરીકે ખ્યાતિ પામેલા મોહનલાલ પંડ્યા અને અન્ય સત્યાગ્રહીને દસથી લઈને વીસ દિવસ સુધીની સજા થઈ, ગાંધીજીએ સજાને વધાવી અને નડિયાદમાં તેની ઊજવણી પ્રસંગે કહ્યું કે, “આ ધન્ય અવસર છે. તમારા ગામના પાંચ ભાઈઓ શુદ્ધ બુદ્ધિથી હિં મતભેર જ ેલમાં ગયા છે” ખેડા સત્યાગ્રહના અંત બાદ ગાંધીજી તુરંત જ દેશની પ્રજાને અંગ્રેજો સાથે ખભા મિલાવીને યુદ્ધમાં ભાગ લેવા અંગે પણ સમજાવે છે. આ અંગે ગાંધીજી ત્યાં સુધી કહે છે કે, “લોકોની પ્રથમ અને સૌથી મહત્ત્વની ફરજ સરકારને મદદ કરવાની છે. જર્મનોને હરાવવા માટે પૂરેપૂરી મદદ કરવી પડશે. જર્મનો કરતાં અંગ્રેજો સારા છે.” આ માસના અંતે લશ્કરભરતીની અપીલ કરતી એક પત્રિકા પણ ગાંધીજીના નામે પ્રસિદ્ધ થાય છે; જ ેમાં ખેડા જિલ્લાના લોકોને સંબોધીને તેઓ લખે છે કે, “આપણે જો સ્વરાજ્ય ઇચ્છતા હોઈએ તો આપણી ફરજ છે કે આપણે પણ સામ્રાજ્યને મદદ કરવી ને આપણને આપણો બદલો અવશ્ય મળશે.” ગાંધીજી વતી અંગ્રેજો તરફી યુદ્ધમાં ઝુકાવવાની સતત અપીલ થતી રહી, જ ે અંગે તેમને ઘણી સ્પષ્ટતાય કરવી પડી. અંતે, સત્યાગ્રહની લડત જ ે રીતે સફળ થઈ તે બદલ તેમને નડિયાદમાં માનપત્ર આપવામાં આવ્યું, તેના જવાબમાં ગાંધીજીએ વિસ્તારથી ભાષણ કર્યું, તેમાંય ગાંધીજીના જીવનનું કેન્દ્રબિંદુ એક વાક્યમાં ફલિત થાય છે કે, “ખરો

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

191


આત્મ-આનંદ તો સેવા ધર્મમાં જ રહે લો છે.” ૧૯૧૮—મે

1 દિલ્હીૹ થી નીકળ્યા. 2 નડિયાદૹ આવ્યા અને થી નીકળ્યા. 3 મુંબઈૹ ઍની બીસન્ટની મુલાકાત.  કૉંગ્રેસ કમિટીની બેઠકમાં હાજર, સમય સાંજ. 4 મુંબઈૹ નેતાઓ અને દિલ્હી અંગે વાઇસરૉયને પત્ર લખ્યો. થી નીકળ્યા. 5 બીજાપુરૹ અઢારમી પ્રાંતિક પરિષદમાં હાજર, પ્રમુખ વિઠ્ઠલભાઈ  અંત્યજ પરિષદ, સમય રાત્રે, એકેય અંત્યજ હાજર નહીં, બધાને ઉધડા લીધા. 6 બીજાપુરૹ પરિષદ ચાલુ; એમાં લખતબંધીની (ગિરમિટની) નવી પ્રથાના વિરોધમાં બોલ્યા.  થી નીકળ્યા. 7 મુંબઈૹ આવ્યા અને થી નીકળ્યા. 8 નડિયાદ. 9 અમદાવાદ. 10 નડિયાદ  અમદાવાદ. 11 નડિયાદ  અમદાવાદ. ગુજરાત સભાએ લશ્કર ભરતી અંગે સહકાર આપવા ઠરાવ્યું. 12 અમદાવાદ  નડિયાદ. 13 ઢુડં ાકૂ વાૹ ખેડા સત્યાગ્રહ વિશે પ્રવચન.  અમદાવાદ. 14 અમદાવાદ  કઠલાલૹ તબિયત નરમ

અમદાવાદ. 15 અમદાવાદૹ ગુજરાત સભાની બેઠકમાં હાજર.  થી નીકળ્યા. 16 અમદાવાદ  નડિયાદ  સંદેસર  અમદાવાદ. 17 અમદાવાદૹ થી નીકળ્યા. 18 રસ્તામાં. 19 પટણાૹ ગોપાળ કૃ ષ્ણ ગોખલેનાં વ્યાખ્યાનો. અનુ. મહાદેવ દેસાઈની પ્રસ્તાવના લખી. 20 પટણા  મોતીહારી. 21 મોતીહારી. 22 ભીથારવા  બેતિયા. 23 બેતિયા  મોતીહારી. 24 મોતીહારી. 25 પટણાૹ જાહે ર સભા, અહિં સા વિશે પ્રવચન. 26 રસ્તામાં. 27 વડોદરાૹ સ્ટેશને, પ્રજામંડળના પ્રતિનિધિઓ મળવા આવ્યા.  નડિયાદ ખેડા  ખાંધલી. 28થી 29 નડિયાદ. 30 નડિયાદ  અમદાવાદ. 31 નડિયાદ. 

જૂ ન

1થી 2 અમદાવાદ. 3 ઉત્તરસંડાૹ ખેડા સત્યાગ્રહ અંગે મામલતદાર સાથે ચર્ચા કરી સમાધાન 192

કર્યું.  નવાગામ. 4થી 5 (અમદાવાદ). 6 નડિયાદૹ ખેડા સત્યાગ્રહના સુખદ અંત [ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


અંગે પત્રિકા બહાર પાડી. 7 (અમદાવાદ). 8 નવાગામૹ ડુગ ં ળી ‘ચોરનાર’ને1 સજા કરવામાં આવી એ અંગે પ્રવચન.  નડિયાદ. 9 મુંબઈ. 10 મુંબઈૹ પ્રાંતિક યુદ્ધ પરિષદમાં હાજર, સ્થળ ટાઉનહૉલ (બીજા હે વાલમાં સરકારી મહે લ); ટિળક, કેળકર વગેરેને પોતાના વિચારો વ્યક્ત કરતાં ગવર્નરે રોક્યા એટલે એ લોકો સભા છોડી ચાલ્યા ગયા. ઝીણાએ થોડોક વિરોધ કર્યો પણ એમણે કે ગાંધીજીએ સભા છોડી નહીં. 11 મુંબઈ  પૂના. 12 પૂનાૹ સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના સ્થાપનાદિનની ઉજવણીમાં હાજર.  અનાથ વિદ્યાર્થીભવન ખુલ્લું મૂક્યું.  ચીંચવડૹ વાંચન પ્રવર્તક મંડળના મફત વાંચનાલયની મુલાકાત, અને શ્રી રામ તથા સરસ્વતીની છબીઓની અનાવરણ વિધિ. 13 પૂના  મુંબઈ. 14 નડિયાદૹ આવ્યા અને ગયા. 15 મુંબઈૹ ગવર્નર સાથે મુલાકાત. 16 મુંબઈૹ હોમરૂલ લીગના આશ્રયે જાહે ર 1. ખેડા સત્યાગ્રહ અંગે જપ્ત કરે લી જમીનો પૈકીનો જ ે ટુકડો સરકારે જપ્ત કરે લો જાહે ર કર્યો નહોતો તેમાંથી, ડુગ ં ળીનો પાક મોહનલાલ કામેશ્વર પંડ્યાની સરદારી નીચે કેટલાક સત્યાગ્રહીઓએ તા. 4થીએ ઉપાડ્યો. સરકારે એ બધાને પકડ્યા અને આજ ે એમને, દસથી વીસ દિવસની સજા કરવામાં આવી. એ લોકો ‘ડુગ ં ળી-ચોર’ના નામે ઓળખાતા હતા.

नवजीवन નો અક્ષરદેહ [ મે-જૂ ન ૨૦૧૮]

સભામાં પ્રમુખપદે, સ્થળ શાંતારામની ચાલી. 10મીની સભામાં સરકારે દાખવેલા વલણ પ્રત્યે નાપસંદગી દર્શાવી. 17 નડિયાદ  અમદાવાદ. 18 અમદાવાદૹ ગુજરાત સભાની બેઠકમાં હાજર; ચર્ચાથી બહુ અસંતોષ. 19 અમદાવાદૹ રં ગરૂટોની ભરતી અંગે આશ્રમવાસીઓ સાથે ચર્ચા. 20 અમદાવાદ  નડિયાદ. 21 નડિયાદૹ રં ગરૂટોની ભરતી અંગે પ્રવચન. 22 નડિયાદૹ લશ્કરમાં જોડાવા જાહે ર વિનંતી બહાર પાડી અમદાવાદ  નડિયાદ. 23 નડિયાદ. 24 નડિયાદૹ  અમદાવાદૹ હોમરૂલ લીગના સભાસદોનું ગવર્નરે અપમાન કર્યું હતું એ સામે વિરોધ દર્શાવવા મળેલી સભામાં પ્રમુખપદે; સમય સાંજ ે સાડા છ; સ્થળ પાનકોર નાકે આવેલી મોઢ ચાંપાનેરી ન્યાતની વાડી.  નડિયાદ. 25 ખેડાૹ રં ગરૂટોની ભરતી અંગે પ્રવચન. 26 રાસૹ એવું જ પ્રવચન.  વાસદૹ ગાડી ચૂક્યા, સ્ટેશને સૂઈ ગયા. 27 મહે મદાવાદ  ખેડા  નવાગામૹ ડુગ ં ળીચોર સત્યાગ્રહીઓ છૂટ્યા એમને આવકાર આપતી સભાઓમાં પ્રવચન.  બારે જડી. 28 બારે જડી  નડિયાદૹ  કઠલાલૹ ‘ડુગ ં ળીચોર’નું સન્માન’; ગાંધીજી કહે ‘હં ુ ગુરુ થવાને લાયક નથી-થઈ શકતો નથી! 193


29 નડિયાદૹ ખેડા સત્યાગ્રહના યજ્ઞની પૂર્ણાહુતિનો બીજો દિવસ; ગાંધીજીને ગુરુ દક્ષિણા બદલ પુષ્પાંજલિની વિધિ. 30 નડિયાદૹ સરઘસ, અનાથાશ્રમથી. 

જાહે ર સભા અને માનપત્ર સમય સાંજ ે સાડા પાંચ, સ્થળ દશા ખડાયતાની વાડી. અમદાવાદ. 

‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત

વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂટક કિંમત _ 40

194

[ મે-જૂ ન ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


અભ્યાસીઓએ વસાવવા જેવી ગ્રંથમાળા : ગાંધીજીનો અ�રદેહ ગાંધીજીના અવસાન પછી તેમનાં લખાણોને ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી સમયાનુક્રમ પ્રમાણે પ્રસિદ્ધ કરવાની યોજના હે ઠળ તેમનાં પત્રો, લેખો, મુલાકાતો, ભાષણો સમાવીને તેને પુસ્તકાકારે પ્રકાશિત કરવામાં આવ્યાં. અંદાજ ે ૫૦૦ પાનાંના એક એવા સો ગ્રંથો અંગ્રેજીમાં The Collected Works of Mahatma Gandhi, હિન્દીમાં संपूर्ण गांधी वाङ्मय   અને ગુજરાતીમાં ગાંધીજીનો અક્ષરદેહ નામે પ્રકાશિત થયા છે. ગુજરાતીમાં ૮૨ ગ્રંથ પ્રકાશિત થઈ ગયા છે. પુ. ૧-૨ (સંયુક્ત), ૩ (દરે કના) પુ. ૪ પુ. ૫થી ૧૦ (દરે કના) પુ. ૧૧

પુ. ૨૪થી ૨૮ (દરે કના)

૧૬.૫૦

૩૦૦.૦૦

પુ. ૨૯

૪૦૦.૦૦

૫૦.૦૦

પુ. ૩૦

૪૦૦.૦૦

૧૦૦.૦૦

પુ. ૩૧થી ૪૭ (દરે કના)

૧૬.૫૦

પુ. ૧૨થી ૧૪ (દરે કના)

૫૦.૦૦

પુ. ૪૮થી ૬૯ (દરે કના)

૨૦.૦૦

પુ. ૧૫થી ૧૮ (દરે કના)

૩૦૦.૦૦

પુ. ૭૦થી ૭૨ (દરે કના)

૧૦૦.૦૦

પુ. ૧૯

૧૬.૫૦

પુ. ૭૩થી ૮૧ (દરે કના)

૩૦.૦૦

પુ. ૨૦

૩૦૦.૦૦

પુ. ૨૧, ૨૨ (દરે કના) પુ. ૨૩

૧૯૫

૫૦

પુ. ૮૨

૧૫૦.૦૦

કુ લ ૧થી ૮૨ ભાગના

૫૫૦૬.૦૦

૧૬.૫૦ ૩૦૦.૦૦


ગાંધીજીના અંગત મંત્રી પાસેથી અપેક્ષા; પ્યારેલાલના શબ્દોમાં…

૧૯૬


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.