Navajivanno Akshardeh May 2017

Page 1

વર્ષૹ ૦૫ અંકૹ ૦૫ સળંગ અંકૹ ૪૯ • મે ૨૦૧૭

છૂટક કિંમત ઃ _ 15

મોહનદાસ કરમચંદ ગાંધી ઃ ખેડુ અને વણકર ભારત આવ્યા પછી, આશ્રમની સ્થાપના પછી, ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’ શરૂ કર્યા પછી, ૧૯૨૨માં અંગ્રેજ સરકારની નીતિરીતિ વિરુદ્ધ લખેલા ચાર પૈકીના ત્રણ લેખો બદલ અમદાવાદમાં વિશેષ કૉર્ટ રચી રાજદ્રોહના આરોપસર કેસ ચાલ્યો ત્યારે ગાંધીજીએ આપેલી પોતાની ઓળખ


વર્ષૹ ૦૫ અંકૹ ૦૫ સળંગ અંકૹ ૪૯ • મે ૨૦૧૭ છૂ ટક કિંમત ઃ _ 15

તંત્રી

૧. ગાંધીદૃષ્ટિ ૹ આશ્રમ, આશ્રમનાં વ્રતો અને આશ્રમ ભજનાવલિ. . . . . . . . . . . . . . . . . . . . . . સં. પી.પ્રકાશ વેગડ. . . ૧૪૭

સંપાદક

કેતન રૂપેરા

૨. પુસ્તક-પરિચયૹ ગાંધીજીની સૂક્ષ્મ દૃષ્ટિ, સંચાલન અને વિનોદવૃત્તિ વર્ણવતાં સંસ્મરણો: બાપુના આશ્રમમાં . . . . . . . અમૃત મોદી. . . ૧૫૫

પરામર્શક

૩. ચંપારણનો સાદ . . . . . . . . . . . . . . . . . . . . . રામનારાયણ ના. પાઠક. . . ૧૬૦

વિવેક દેસાઈ

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર ભાષાશુદ્ધિ

૪. બારિસ્ટર એમ. કે. ગાંધી પર પ્રભાવ પાડનાર બે પુસ્તકોૹ  વૈકુંઠ તારા હૃદયમાં છે. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . . ૧૬૩  અન્ટુ ધિસ લાસ્ટ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . . ૧૬૪

અશોક પંડ્યા

૫. આરોગ્યની ગીતા ઃ દિનચર્યા. . . . . . . . . . . . . . . . . . બાપાલાલ ગ. વૈદ્ય. . . ૧૬૫

આવરણ ૧ કૉર્ટરૂમના માહોલનું રવિશંકર રાવળે દોરે લું ઐતિહાસિક ચિત્ર

૬. કોમી ત્રિકોણ – ૭. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . પ્યારે લાલ. . . ૧૭૦

આવરણ ૪ હપ્તાવાર આત્મકથાનું એક પ્રકરણ [નવજીવન, ૧૩ જાન્યુઆરી, ૧૯૨૯] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

૭. ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૧૭૬ ૮. પૂજ્ય ગાંધીજીને . . . . . . . . . . . . . . . . . . . . . . . . .ગુલાબદાસ બ્રોકર. . . ૧૭૭  ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને. . . . . . . . . . . . . . .. . .૧૭૮

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (3–17)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 3 એ માર્ચ મહિનો અને 17 એ 2017નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૧૪૬


આશ્રમ, આશ્રમનાં વ્રતો અને આશ્રમ ભજનાવલિ

સાબરમતી આશ્રમ-શતાબ્દી

તારીખ ૧૭ જૂ ન, ૨૦૧૭ એટલે હાલ સાબરમતી આશ્રમ તરીકે ઓળખાતા ને મૂળે સત્યાગ્રહાશ્રમ અને હરિજન આશ્રમ તરીકે ઓળખાયેલા આશ્રમની શતાબ્દી. કોચરબ ગામમાં મરકી ફાટી નીકળતા ત્યાંના સત્યાગ્રહાશ્રમને અલવિદા કરી આ જ તારીખે ૧૯૧૭માં સાબરમતીના તટે આશ્રમની સ્થાપના થઈ. કોચરબની ઉત્તરે આશ્રમ માટે ખરીદેલી આ જગ્યાએ એક પણ મકાન કે ઝાડ નહીં હોવા છતાં જ ેલની નજીક હોઈ ગાંધીજીને તેનું ‘ખાસ પ્રલોભન’ હતું. આ અરસામાં ગાંધીજી તો ચંપારણ સત્યાગ્રહના કારણે મોતીહારીમાં હતા ને વીસમીએ અમદાવાદ પહોંચ્યા પણ આશ્રમવાસીઓએ આ સ્થળે તંબુ બાંધીને રહે વાનું શરૂ કર્યું. જૂ ન મહિનો, એટલે વરસાદી મોસમ ને આ સ્થળ વળી શહે રથી દૂર હોવાના કારણે સર્પાદીનો ભય પણ ખરો. આ પરિસ્થિતિમાં રહે તા રહે તા એક જ રસોડે જમતાં ગાંધીજીએ આશ્રમી જીવન શરૂ કર્યું તે ૧૯૩૦માં નમક સત્યાગ્રહ ટાણે દાંડી તરફ કૂ ચ માંડી ત્યારે કાયમી ધોરણે આશ્રમથી વિદાય લીધી. આ પહે લાં ફિનિક્સ, ટૉલ્સ્ટૉય અને કોચરબ આશ્રમના અનુભવે અનેક પત્રોના જવાબરૂપે કે પ્રસંગોપાત સ્વતંત્રપણે પણ ગાંધીજીને આશ્રમી જીવન વિશે લખવાનું થતું રહ્યું. પી. પ્રકાશ વેગડ (૧૪-૭-૧૯૩૯ • ૨૮-૬-૨૦૧૭) સંપાદિત ગાંધીજીનો સંસ્કારવારસોમાંથી એ ગાંધીદૃષ્ટિ આશ્રમ, આશ્રમનાં વ્રતો અને આશ્રમ-ભજનાવલિ અંગે…

આશ્રમ

[૧૯૨૪ માર્ચ ૧૬, મુંબઈ, ડી. હનુમંતરાયને પત્ર]

કરવું હોય, તો તેણે પોતાના અસ્તિત્વ માટે પોતાની જ સ્વાધીનતા પર અને આંતરિક જીવનશક્તિ પર આધાર રાખવો રહ્યો. એવી જ રીતે એની પ્રગતિ કે સફળતા વિશે પણ આપણે અધીરા ન થવું જોઈએ. આપણે આપણી સમજ પ્રમાણે થાય તેટલું કરી છૂટીએ અને બાકીનું સૃષ્ટિના કર્તાહર્તા ઈશ્વર પર છોડીએ તો તે પૂરતું છે.

જો આશ્રમ ખરે ખર એક જીવંત સંસ્થા હશે, તો મને ખાતરી છે કે હં ુ એની અંદર રહં ુ કે બહાર રહં ુ તોપણ એની પ્રગતિ થયા જ કરશે. છેવટે આવી કોઈ પણ સંસ્થાને જો એક જ વ્યક્તિની હયાતી ઉપર આધાર રાખવાનો હોય, તો એ વ્યક્તિના અવસાન સાથે એ સંસ્થાને પણ નાશ પામવું પડે. પરં તુ જો એણે સ્થાયી સ્વરૂપ ધારણ

અક્ષરદેહ-૨૩ (૧૯૭૧) ૨૫૪

આશ્રમ સાબરમતી ૧૯૪૮

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

147


[૧૯૩૨ ઑક્ટોબર ૧૫/૧૬, યરવડા મંદિર, નારણદાસ ગાંધીને પત્ર]

આશ્રમનો હે તુ એ છે કે તેમાં તૈયાર થતાં માણસો જુ દાં જુ દાં ગામોમાં પથરાઈ જાય, ને ત્યાં સેવા કરતાં થઈ જાય. સેવામાં તો ખાદી, અસ્પૃશ્યતા વગેરે જ હોય. તેમાંયે જ ેનો વાયુ વાતો હોય તે

વાયુનો લાભ લઈ તે પ્રવૃત્તિ તે કાળે વધારે ચલાવે. એટલે આસપાસનાં ગામડાંમાં આપણાથી કંઈ થઈ શકે તો અવશ્ય કરવું જોઈએ. શહે રમાંયે થતું હોય તો કરીએ.

બાપુના પત્રો-૯ૹ શ્રી નારણદાસ ગાંધીને; અક્ષરદેહ-૫૧ (૧૯૭૮) ૨૪૩-૪૪

આશ્રમનાં વ્રતો

મહાત્મા ગાંધીએ મે ૧૯૧૫માં અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમ[કોચરબ]ની સ્થાપના કરી અને આશ્રમવાસીઓ માટે ૧૧ વ્રતોનું પાલન આવશ્યક ગણ્યું. એ વ્રતો છેૹ (૧) સત્ય; (૨) અહિં સા; (૩) બ્રહ્મચર્ય; (૪) અસ્વાદ; (૫) અસ્તેય; (૬) અપરિગ્રહ; (૭) અભય; (૮) અસ્પૃશ્યતાનિવારણ; (૯) જાતમહે નત; (૧૦) સર્વધર્મસમભાવ; (૧૧) સ્વદેશી. મંગળપ્રભાત(૧૯૩૦)માં તેમણે આ વ્રતો અને

એની આવશ્યકતા વિશે સરસ ચિંતનચર્ચા કરી છે. દશરથલાલ શાહે બાપુનાં જીવનવ્રતો- (૧૯૮૯)માં એનું સુંદર ભાષ્ય આપ્યું છે. ગાંધીજીએ ૧૬ ફે બ્રુઆરી, ૧૯૧૬ના રોજ યંગમેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન, મદ્રાસમાં આપેલ ભાષણમાં બધાં વ્રતો ટૂ કં માં આવરી લીધાં છે, જ ે અક્ષરદેહ-૧૩ (૧૯૬૯) ૨૦૯-૧૬માં મુદ્રિત થયાં છે.

આશ્રમનાં વ્રતો-૧ : સત્ય

‘સત્ય’ શબ્દ સતમાંથી. સત્ એટલે હોવું. સત્ય તે હોવાપણું. સત્ય સિવાય બીજી કોઈ વસ્તુને હસ્તી જ નથી. પરમેશ્વરનું ખરું નામ જ ‘સત્’ એટલે સત્ય છે. તેથી પરમેશ્વર સત્ય છે એમ કહે વા કરતાં ‘સત્ય' એ જ પરમેશ્વર છે એમ કહે વું વધારે યોગ્ય છે. અને જ્યાં સત્ય છે ત્યાં જ્ઞાન – શુદ્ધ જ્ઞાન – છે જ. જ્યાં સત્ય નથી ત્યાં શુદ્ધ જ્ઞાન ન જ સંભવે. આ સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી. તેને જ કારણે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ. તેને જ કારણે આપણે પ્રત્યેક શ્વાસોચ્છ્વાસ લઈએ. આમ કરતાં શીખીએ તો આપણને બીજા બધા નિયમો સહે જ ે હાથ આવે, ને તેમનું પાલન પણ સહે લું થઈ પડે. સત્ય વિના કોઈ પણ નિયમનું શુદ્ધ પાલન અશક્ય છે. સામાન્ય રીતે સત્ય એટલે સત્ય બોલવું એટલું જ આપણે સમજીએ છીએ. પણ આપણે વિશાળ 148

અર્થમાં સત્ય શબ્દ યોજ્યો છે. વિચારમાં, વાણીમાં ને આચારમાં સત્ય એ જ સત્ય. આ સત્ય સંપૂર્ણપણે સમજનારને જગતમાં બીજુ ં કંઈ જાણવાપણું નથી રહે તું. કેમ કે જ્ઞાન માત્ર તેમાં સમાયેલું છે એમ આપણે ઉપર જોયું. તેમાં જ ે ન સમાય તે સત્ય નથી, જ્ઞાન નથી; પછી તેમાં ખરો આનંદ તો હોય જ ક્યાંથી? આ કસોટી વાપરતાં શીખી જઈએ તો આપણને તરત ખબર પડે કે કઈ પ્રવૃત્તિ કરવા યોગ્ય છે, કઈ ત્યાજ્ય છે; શું જોવા યોગ્ય છે, શું નથી; શું વાંચવા યોગ્ય છે, શું નથી. પણ સત્ય જ ે પારસમણિરૂપ છે, જ ે કામધેનુરૂપ છે તે કેમ જડે? તેનો જવાબ ભગવાને આપ્યો છેૹ અભ્યાસ અને વૈરાગ્યથી. સત્યની જ તાલાવેલી તે અભ્યાસ; તે વિના બીજી બધી વસ્તુઓ વિશે આત્યંતિક ઉદાસીનતા તે વૈરાગ્ય. આમ છતાં એકનું સત્ય તે બીજાનું અસત્ય એમ આપણે જોયા કરશું. [ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


તેથી ગભરાવાનું કશું કારણ નથી. જ્યાં શુદ્ધ પ્રયત્ન છે ત્યાં નોખાં જણાતાં બધાં સત્ય તે એક જ ઝાડનાં અસંખ્ય નોખાં જણાતાં પાંદડાં સમાન છે. પરમેશ્વર પણ ક્યાં પ્રત્યેક મનુષ્યને નોખો નથી જણાતો? છતાં તે એક જ છે એમ આપણે જાણીએ છીએ. પણ સત્ય નામ જ પરમેશ્વરનું છે. તેથી

જ ેને જ ે સત્ય ભાસે તે પ્રમાણે તે વર્તે તેમાં દોષ નથી. એટલું જ નહીં પણ તે જ કર્તવ્ય છે. પછી તેમ કરવામાં ભૂલ હશે તોપણ તે સુધરી જવાની છે જ. સત્યની આરાધના એ ભક્તિ છે, ને ભક્તિ તે ‘શીશતણું સાટુ’ં છે; અથવા તે હરિનો મારગ હોઈ તેમાં કાયરતાને સ્થાન નથી.

આશ્રમનાં વ્રતો-૨ : અહિ�સા

સત્યનો, અહિં સાનો માર્ગ જ ેટલો સીધો છે એટલો જ સાંકડો છે, ખાંડાની ધારે ચાલવા જ ેવો છે. બજાણિયા જ ે દોરી ઉપર એક નજર કરી ચાલી શકે છે તેના કરતાં પણ સત્ય, અહિં સાની દોરી પાતળી છે. ક્ષણિક દેહ વાટે શાશ્વત ધર્મનો સાક્ષાત્કાર સંભવતો નથી. તેથી છેવટે શ્રદ્ધાનો ઉપયોગ કરવાનો તો રહે જ છે. અહિં સા આજ ે આપણે જ ે જાડી વસ્તુ જોઈએ છીએ તે જ નથી. કોઈને ન જ મારવું એ તો છે જ. કુ વિચારમાત્ર હિં સા છે. ઉતાવળ હિં સા છે. મિથ્યા ભાષણ હિં સા છે. દ્વેષ હિં સા છે. કોઈનું બૂરું ઇચ્છવું હિં સા છે. જ ે જગતને જોઈએ તેનો કબજો રાખવો એ પણ હિં સા છે. આટલું સહુ જાણી લેૹ અહિં સા વિના સત્યની

શોધ અસંભવિત છે. અહિં સા અને સત્ય એવાં ઓતપ્રોત છે, જ ેમ સિક્કાની બે બાજુ અથવા લીસી ચકરડીની બે બાજુ . તેમાં ઊલટી કઈ ને સૂલટી કઈ? છતાં અહિં સાને સાધન ગણીએ, સત્યને સાધ્ય ગણીએ. સાધન આપણા હાથની વાત છે તેથી અહિં સા પરમ ધર્મ થઈ. સત્ય પરમેશ્વર થયું. સાધનની ફિકર કર્યા કરશું તો સાધ્યનાં દર્શન કોઈક દિવસ તો કરશું જ. આટલો નિશ્ચય કર્યો એટલે જગ જીત્યા. આપણા માર્ગમાં ગમે તે સંકટો આવે, બાહ્ય દૃષ્ટિએ જોતાં આપણી ગમે તેટલી હાર થતી જોવામાં આવે, છતાં આપણે વિશ્વાસ ન છોડતાં એક જ મંત્ર જપીએ – સત્ય છે, તે જ છે. તે જ એક પરમેશ્વર. તેનો સાક્ષાત્કાર કરવાનો એક જ માર્ગ, એક જ સાધન તે અહિં સા; તેને કદી નહીં છોડુ.ં

આશ્રમનાં વ્રતો-૩ : બ્રહ્મચર્ય

અહિં સાના પાલનને લઈએ તો તેનું પૂર્ણ પાલન બ્રહ્મચર્ય વિના અશક્ય છે. વિવાહિત સ્ત્રીપુરુષ એકબીજાને ભાઈબહે ન ગણતાં થઈ જાય એટલે બધી જંજાળમાંથી તે મુક્તિ આપનાર થઈ પડે છે. આમાં પતિપત્ની કંઈ ખોતાં નથી, પણ પોતાની પૂંજીમાં વધારો કરે છે, કુ ટુબ ં વધારે છે, પ્રેમ પણ વિકારરૂપી મેલ કાઢવાથી વધારે છે. બ્રહ્મચર્ય મન, વચન અને કાયાથી પાળવાનું नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

હોય. વ્રતમાત્રનું એમ જ સમજવું. જ ે શરીરને કાબૂમાં રાખતો જણાય છે પણ મનથી વિકારને પોષ્યા કરે છે તે મૂઢ મિથ્યાચારી છે એમ આપણે ગીતામાં જોયું છે; સહુએ એ અનુભવ્યું હોય છે. મનને વિકારી રહે વા દેવું ને શરીરને દાબવાનો પ્રયત્ન કરવો તેમાં નુકસાન જ છે. જ્યાં મન છે ત્યાં શરીર છેવટે ઘસડાયા વિના નહીં જ રહે . બ્રહ્મચર્યનું પાલન બહુ મુશ્કેલ, લગભગ અશક્ય 149


માનવામાં આવ્યું છે. તેનાં કારણ શોધતાં એમ જોવામાં આવે છે કે, બ્રહ્મચર્યનો સાંકડો અર્થ કરવામાં આવ્યો છે. જનનેન્દ્રિયવિકારનો વિરોધ એટલે જ બ્રહ્મચર્ય છે. જ ે બીજી ઇન્દ્રિયોને જ્યાંત્યાં ભમવા દઈ એક જ ઇન્દ્રિયને રોકવાનો પ્રયત્ન કરે છે તે નિષ્ફળ પ્રયત્ન કરે છે એમાં શો શક છે?

બ્રહ્મચર્યનો મૂળ અર્થ સહુ યાદ કરે ; બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની—સત્યની—શોધમાં ચર્યા એટલે તેને લગતો આચાર. આ મૂળ અર્થમાંથી સર્વેન્દ્રિયસંયમ એ વિશેષ અર્થ નીકળે છે. માત્ર જનનેન્દ્રિયસંયમ એવો અધૂરો અર્થ તો ભૂલી જ જઈએ.

આશ્રમનાં વ્રતો-૪ : અસ્વાદ

અસ્વાદ એટલે સ્વાદ ન લેવો. સ્વાદ એટલે રસ. જ ેમ ઔષધિ ખાતાં આપણે તે સ્વાદીલી છે કે કેવી તેનો વિચાર ન કરતાં શરીરને તેની જરૂર છે એમ સમજી તેની માત્રામાં જ ખાઈએ છીએ, તેમ જ અન્નનું સમજવું. અન્ન એટલે ખાદ્ય પદાર્થમાત્ર. જ ેમ ઔષધ ઓછી માત્રામાં લીધું હોય તો અસર નથી કરતું અથવા થોડી કરે છે ને વધારે લીધું હોય તો હાનિ કરે છે, તેમ જ અન્નનું છે. તેથી કંઈ પણ વસ્તુ સ્વાદ લેવાને અર્થે ચાખવી એ વ્રતનો ભંગ છે. વ્રત લેવું એટલે તેનું સંપૂર્ણ પાલન કરવાનો પ્રામાણિક, દૃઢ પ્રયત્ન મન, વચન, કર્મથી મરણ

લગી કરવો. અમુક વ્રત મુશ્કેલ છે. તેથી તેની વ્યાખ્યા મોળી કરી મનને છેતરીએ નહીં. અસ્વાદવ્રતનું મહત્ત્વ જો સમજ્યા હોઈએ તો આપણે તેના પાલનને સારુ નવો પ્રયત્ન કરીએ. તેને સારુ ચોવીસે કલાક ખાવાના જ વિચાર કરવાની આવશ્યકતા નથી રહે તી; માત્ર સાવધાનીની, જાગૃતિની અતિ આવશ્યકતા રહે છે. જ ે તૈયાર થયું હોય ને જ ે આપણે સારુ ત્યાજ્ય ન હોય તે ઈશ્વરનો અનુગ્રહ માની, મનમાં પણ તેની ટીકા કર્યા વિના, સંતોષપૂર્વક, શરીરને આવશ્યક હોય તેટલું ખાઈ ઊઠીએ. આમ કરનાર સહે જ ે અસ્વાદવ્રતનું પાલન કરે છે.

આશ્રમનાં વ્રતો-૫ : અસ્તેય

અસ્તેય એટલે ચોરી ન કરવી. ચોરી કરે તે સત્ય જાણે કે પ્રેમધર્મ પાળે એમ કોઈ નહીં કહે . છતાં ચોરીનો દોષ આપણે સહુ થોડેઘણે અંશે જાણેઅજાણ્યે કરીએ છીએ. ભલે સામેનો માણસ જાણે, છતાં કંઈ વસ્તુ તેની રજા વિના લેવી એ પણ ચોરી છે. વસ્તુ કોઈની નથી એમ માનીને લેવી એમાં પણ ચોરી છે; એટલે કે રસ્તે પડી ગયેલી વસ્તુના આપણે માલિક નથી, પણ તે પ્રદેશના રાજા અથવા તે પ્રદેશનું તંત્ર છે. કોઈ વસ્તુ લેવાની આપણને આવશ્યકતા નથી, છતાં તે જ ેના કબજામાં હોય તેની પાસેથી, તેની 150

ભલે રજા મેળવીને પણ, લેવી એ ચોરી છે. ન જોઈતી એક પણ વસ્તુ લેવી ન જોઈએ. મને અમુક ફળની હાજત નથી છતાં લઉં છુ ,ં અથવા જોઈએ તે કરતાં વધારે લઉં છુ ં તો તે ચોરી છે. અસ્તેયનું વ્રત પાળનાર ઉત્તરોત્તર પોતાની હાજત ઓછી કરશે. આ જગતમાં ઘણી કંગાલિયત અસ્તેયના ભંગથી પેદા થઈ છે. સૂક્ષ્મ અને આત્માને નીચે પાડનારી કે રાખનારી ચોરી તે માનસિક છે. મનથી આપણે કોઈની વસ્તુ મેળવવાની ઇચ્છા કરી કે તેની ઉપર એઠી નજર કરી તે ચોરી છે. [ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


અને જ ેમ વસ્તુની ચોરી થાય છે તેમ વિચારની ચોરી પણ થાય છે. અમુક સારો વિચાર પોતાનામાં ન ઉદ્ભવ્યો હોય છતાં પોતે જ પ્રથમ કર્યો એમ જ ે અહં કારમાં કહે છે તે વિચારની ચોરી કરે છે.

એટલે અસ્તેયવ્રતનું પાલન કરનારે બહુ નમ્ર, બહુ વિચારશીલ, બહુ સાવધાન, બહુ સાદા રહે વું પડે છે.

આશ્રમનાં વ્રતો-૬ : અપરિગ્રહ

અપરિગ્રહ અસ્તેયને લગતું ગણાય. જ ે મૂળમાં ચોરે લું નથી તે અનાવશ્યક એકઠુ ં કરવાથી ચોરીના માલ જ ેવું થઈ જાય છે. સહુ પોતાને જોઈતો જ સંગ્રહ કરે તો કોઈને તંગી ન આવે ને સહુને સંતોષ રહે . આપણે સામાન્ય કોટિના સત્યાગ્રહી જિજ્ઞાસુ આદર્શને ધ્યાનમાં રાખીને જ ેમ બને તેમ નિત્ય આપણો પરિગ્રહ તપાસીએ ને ઓછો કરતા જઈએ. ખરા સુધારાનું, ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહનો

વધારો નથી, પણ તેનો વિચાર ને ઇચ્છાપૂર્વક ઘટાડો છે. કેવળ સત્યની, આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. ભોગેચ્છાથી આપણે શરીરનું આવરણ ઊભું કર્યું છે ને તેને ટકાવી રાખીએ છીએ. જ ે મનુષ્ય પોતાના મગજમાં નિરર્થક જ્ઞાન ભરી મૂકે છે તે પરિગ્રહી છે. જ ે વિચાર આપણને ઈશ્વરથી વિમુખ રાખે અથવા ઈશ્વર પ્રતિ ન લઈ જતા હોય તે બધા પરિગ્રહમાં ખપે, અને તેથી ત્યાજ્ય છે.

આશ્રમનાં વ્રતો-૭ : અભય

અભય એટલે બાહ્ય ભયમાત્રથી મુક્તિ. મોતનો ભય, ધનમાલ લૂંટાવાનો ભય, કુ ટુબ ં પરિવાર વિશેનો ભય, રોગનો ભય, શસ્ત્ર પ્રહારનો ભય, આબરૂનો ભય, કોઈને ખોટુ ં લગાડવાનો ભય, એમ ભયની વંશાવળી જ ેટલી લંબાવીએ તેટલી લંબાવી શકાય. સત્યની શોધ કરનારે આ બધા ભયોને તિલાંજલિ દીધે જ છૂટકો. અભયવ્રતનું સર્વથા પાલન લગભગ અશક્ય છે. ભયમાત્રથી મુક્તિ તો જ ેને આત્મસાક્ષાત્કાર થયો હોય તે જ પામી શકે. અભય અમૂર્છ સ્થિતિની પરાકાષ્ઠા છે. નિશ્ચય કરવાથી, સતત પ્રયત્ન કરવાથી, અને આત્મા ઉપરની શ્રદ્ધા વધવાથી અભયની માત્રા વધી શકે છે. મેં આરં ભમાં જ કહ્યું કે આપણે બાહ્ય ભયોથી મુક્તિ મેળવવી છે. અંતરમાં જ ે શત્રુ રહ્યા છે તેમનાથી તો ડરીને જ ચાલવાનું છે. કામક્રોધાદિનો ભય ખરો ભય છે. એને જીતી नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

લઈએ તો બાહ્ય ભયોનો ઉપદ્રવ એની મેળે મટે. ભયમાત્ર દેહને લઈને છે. દેહ ઉપરનો રાગ ટળે તો સહે જ ે અભય પ્રાપ્ત થાય. પૈસામાંથી, કુ ટુબ ં માંથી, શરીરમાંથી ‘મારા'પણું કાઢી નાખીએ એટલે ભય ક્યાં છે? તેન ત્યક્તેન ભુઞ્જીથા: એ રામબાણ વચન છે. કુ ટુબ ં , પૈસો, દેહ જ ેવાં ને તેવાં રહે . તેમને વિશેની આપણી કલ્પના બદલવી રહી. એ ‘આપણાં' નથી, એ ‘મારાં' નથી; એ ઈશ્વરનાં છે; ‘હં ુ ' પણ તેનો છુ .ં ‘મારું ' એવું આ જગતમાં કંઈ જ નથી. પછી મને ભય શાને વિશે હોઈ શકે? આમ સ્વામી મટીને સેવક થઈએ, શૂન્યવત્ થઈ રહીએ તો સહે જ ે ભયમાત્ર જીતીએ, સહે જ ે શાંતિ મેળવીએ, સત્યનારાયણનાં દર્શન કરીએ.

151


આશ્રમનાં વ્રતો-૮ : અસ્પૃશ્યતાનિવારણ

એ જ્યાંત્યાં ધર્મમાં ધર્મને નામે કે બહાને વિઘ્ન નાખ્યા જ કરે છે અને ધર્મને કલુષિત કરે છે. જો આત્મા એક જ છે, ઈશ્વર એક જ છે તો અસ્પૃશ્ય કોઈ નથી. આપણે અસ્પૃશ્યતાનિવારણને વ્રતનું સ્થાન આપીને એમ માનીએ છીએ કે અસ્પૃશ્યતા હિં દુ ધર્મનું અંગ નથી, એટલું જ નહીં પણ એ હિં દુ ધર્મમાં પેસી ગયેલો સડો છે, વહે મ છે, પાપ છે, ને તેનું નિવારણ કરવું પ્રત્યેક હિં દુનો ધર્મ છે. તેનું

પરમ કર્તવ્ય છે. જીવમાત્રની સાથેનો ભેદ મટાડવો તે અસ્પૃશ્યતાનિવારણ. આમ અસ્પૃશ્યતાને જોતાં તે દોષ થોડેઘણે અંશે જગતમાં વ્યાપક છે ખરો. અહીં આપણે તેને હિં દુ ધર્મના સડા રૂપે વિચાર્યો છે, કેમ કે તેણે હિં દુ ધર્મમાં ધર્મનું સ્થાન ઝડપ્યું છે, ને ધર્મને બહાને લાખો કે કરોડોની સ્થિતિ ગુલામના જ ેવી કરી મૂકી છે.

આશ્રમનાં વ્રતો-૯ : જાતમહે નત

જાતમહે નત મનુષ્યમાત્રને સારુ અનિવાર્ય છે એ વાત મને પ્રથમ સોંસરવી ઊતરી ટૉલ્સ્ટૉયના એક નિબંધ ઉપરથી. આની ઝાંખી મારી આંખ ભગવદ્ગીતાના ત્રીજા અધ્યાયમાં કરે છે. યજ્ઞ કર્યા વિના જ ે ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે એવો કઠિન શાપ અયજ્ઞને છે. અહીં યજ્ઞનો અર્થ જાતમહે નત અથવા રોટીમજૂ રી જ શોભે છે ને મારા મત પ્રમાણે સંભવે છે. જો સહુ રોટી પૂરતી મજૂ રી કરે તો ઊંચનીચનો ભેદ નીકળી જાય, ને પછી પણ ધનિકવર્ગ રહે શે તે પોતાને માલિક નહીં માને પણ પોતાને તે ધનના કેવળ રખેવાળ કે ટ્રસ્ટી

માનશે, ને તેનો મુખ્યપણે ઉપયોગ કેવળ લોકસેવા અર્થે કરશે. જ ેને અહિં સાનું પાલન કરવું છે, સત્યની આરાધના કરવી છે, બ્રહ્મચર્યને સ્વાભાવિક બનાવવું છે તેને તો જાતમહે નત રામબાણ થઈ પડે છે. આ મહે નત ખરું જોતાં તો ખેતી જ છે. પણ સહુ તે નથી કરી શકતા એવી અત્યારે તો સ્થિતિ છે જ. એટલે ખેતીના આદર્શને ધ્યાનમાં રાખીને ખેતીની અવેજીમાં માણસ ભલે બીજી મજૂ રી કરે – એટલે કે કાંતવાની, વણવાની, સુતારની, લુહારની ઇત્યાદિ ઇત્યાદિ.

આશ્રમનાં વ્રતો-૧૦ : સર્વધર્મસમભાવ

અહિં સા આપણને બીજા ધર્મો પ્રત્યે સમભાવ શીખવે છે. આદર અને સહિષ્ણુતા અહિં સા દૃષ્ટિએ પૂરતાં નથી. બીજા ધર્મો પ્રત્યે સમભાવ રાખવાના મૂળમાં પોતાના ધર્મની અપૂર્ણતાનો સ્વીકાર આવી જ જાય છે. આપણે માનેલો ધર્મ અપૂર્ણ છે ને તેમાં નિત્ય ફે રફારો થયા કરે છે, થયા કરવાના. આમ થાય તો જ આપણે ઉત્તરોત્તર ચડી શકીએ, સત્ય 152

પ્રતિ, ઈશ્વર પ્રતિ રોજ ને રોજ આગળ જતા જઈએ. અને જો મનુષ્યકલ્પિત બધા ધર્મ અપૂર્ણ માનીએ તો પછી કોઈને ઊંચનીચ માનવાપણું રહે તું નથી. બધા સાચા છે, બધા અપૂર્ણ છે, તેથી દોષને પાત્ર છે. સમભાવ હોવા છતાં આપણે તેમાં દોષ જોઈ શકતા હોઈએ. પોતાનામાં પણ દોષ જોઈએ. એ દોષને લીધે તેનો ત્યાગ ન કરીએ પણ દોષ [ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ટાળીએ. આમ સમભાવ રાખીએ એટલે બીજા ધર્મોમાં જ ે કંઈ ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતા સંકોચ ન થાય. એટલું જ નહીં પણ એમ કરવાનો ધર્મ પ્રાપ્ત થાય.

આપણે બધા ધર્મ પ્રત્યે સમભાવ રાખીએ. આમાં પોતાના ધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી, પણ પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે, તેથી વધારે સાત્ત્વિક નિર્મળ બને છે.

આશ્રમનાં વ્રતો-૧૧: સ્વદેશીવ્રત

સ્વદેશી આત્માનો ધર્મ છે પણ તે ભુલાઈ ગયો છે. તેથી તેને વિશે વ્રત લેવાની જરૂર રહે છે. આત્માને સારુ સ્વદેશીનો અંતિમ અર્થ સ્થૂળ સંબંધોમાત્રથી આત્યંતિક મુક્તિ છે. દેહ પણ તેને સારુ પરદેશી છે. કેમ કે દેહ બીજા આત્માઓની સાથે ઐક્ય સાધતાં તેને રોકે છે, તેના માર્ગમાં વિઘ્નરૂપ છે. આપણે સહે જ ે સમજી જઈએ કે આપણી પાસે રહે લાની સેવામાં ઓતપ્રોત થઈ રહે વું એ સ્વદેશીધર્મ છે. એ સેવા કરતાં દૂરના રહી જાય છે અથવા તેને હાનિ થાય છે એવો આભાસ આવવાનો સંભવ છે. પણ તે આભાસમાત્ર હશે. સ્વદેશી ન સમજવાથી જ ગોટો વળે છે. કુ ટુબ ં ની ઉપર મોહ રાખી હં ુ તેને પંપાળું, તેને ખાતર ધન ચોરું , બીજાં કાવતરાં રચું એ સ્વદેશી નથી. મારે તો તેના પ્રત્યેનો ધર્મ પાળવાનો રહ્યો છે. તે ધર્મ શોધતાં ને પાળતાં મને સર્વવ્યાપી ધર્મ મળી રહે .

સ્વધર્મના પાલનથી પરધર્મીને કે પરધર્મને હાનિ પહોંચે જ નહીં, પહોંચવી જોઈએ નહીં. પહોંચે તો માનેલો ધર્મ સ્વધર્મ નથી પણ તે સ્વાભિમાન છે તેથી જ ત્યાજ્ય છે. સ્વદેશીધર્મનું પાલન કરનાર નિત્ય પોતાની આસપાસ નિરીક્ષણ કરશે ને જ્યાં જ્યાં પડોશીની સેવા કરી શકાય એટલે જ્યાં જ્યાં તેમને હાથે તૈયાર થયેલો આવશ્યક માલ હશે ત્યાં ત્યાં બીજો વ્યજીને તે લેશે. પણ સ્વદેશીધર્મ જાણનાર પોતાના કૂ વામાં ડૂ બી નહીં જાય. જ ે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકષ્ટથી જ બની શકે તે પરદેશના દ્વેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસી જાય તેમાં સ્વદેશીધર્મ નથી. સ્વદેશીધર્મ પાળનાર પરદેશીનો કદી દ્વેષ કરશે જ નહીં એટલે પૂર્ણ સ્વદેશીમાં કોઈનો દ્વેષ નથી. એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી— અહિં સામાંથી ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે.

આશ્રમ-ભજનાવલિ

[૧૯૩૦ ડિસેમ્બર ૨૦, યરવડા મંદિર, મીરાંબહે નને પત્ર]

સવારની પ્રાર્થનાનો પહે લો શ્લોક આ રહ્યોૹ “સવારના પહોરમાં મારા હૃદયમાં સ્ફુરતા આત્મતત્ત્વનું હં ુ સ્મરણ કરું છુ ;ં તે સત્‌રૂપ, જ્ઞાનરૂપ અને સુખરૂપ છે; પરમહં સોની તે છેલ્લી ગતિ છે;

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

તે ચતુર્થ પદ છે; તે સ્વપ્ન, જાગૃતિ અને નિદ્રા ત્રણેને સતત જાણે છે; તે શુદ્ધ બ્રહ્મ છે; અને તે જ હં ુ છુ ૹં પંચમહાભૂતોથી (પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ), બનેલો દેહ તે હં ુ નથી.” અક્ષરદેહ-૪૫ (૧૯૭૭) ૧૩

153


ભજન

[૧૯૩૨ મે ૨૭, યરવડા મંદિર, વેરિયર એલ્વિનને પત્ર]

અથવા “ટેક માઈ લાઇફ ઍન્ડ લેટ ઇટ બી” હોઈ શકે. એનું સાદું કારણ એ છે કે હં ુ પોતે મારી પસંદગીમાં બીજાં ભજનોમાંથી એક પણ બહુ સારી રીતે ગાઈ શકતો નથી, આ ત્રણ પણ હં ુ બરાબર ગાઈ શકું છુ ં એવું નથી. પણ મેં જ ે રાગમાં એ સાંભળ્યાં છે એ મુજબનો, એને ઠીક મળતો આવે એવો રાગ હશે. મહાદેવ અંગ્રેજી ભજનના રાગથી ટેવાયેલા નથી, પણ “લીડ કાઇન્ડલી લાઇટ”નું ગુજરાતી ભાષાંતર [પ્રેમળ જ્યોતિ તારી દાખવી, મુજ જીવનપંથ ઉજાળ—અનુ. નરસિંહરાવ] લેવાનું વિચારીને એમણે પસંદગીની અને ગાવાની મુશ્કેલીનો ઉકેલ કાઢ્યો. ન્યૂમનના આ ભજનની પસંદગી વિશે એક ખાસ ઔચિત્ય રહે લું છે. એ ભજન તે છે જ ે હં ુ શારીરિક કષ્ટ ભોગવતો હતો ત્યારે જોહાનિસબર્ગમાં સ્વ. રે વરન્ડ ડોકના ઘરમાં ઑલિવ ડોકે મને ગાઈ સંભળાવ્યું હતું. એટલે તમે એટલો ખ્યાલ રાખજો કે અમે અહીં આ ભજન દર શુક્રવારે ૭-૪૦ વાગ્યે એવા વિશ્વાસથી ગાઈશું કે કંઈ નહીં તો તમે તો જ્યાં હો ત્યાં અમારી સાથે જાેડાશાે.

“માગો અને તમને મળશે”વાળી વાત ફરીથી એક વાર પુરવાર થઈ છે. તમારો પ્રેમાળ પત્ર અહીં આજ ે મળ્યો. એ પાંચ પછી વાંચ્યો અને આજ ે શુક્રવાર હોવાથી મારા તરફથી કોઈ પણ જાતના સૂચન વિના મહાદેવે “લીડ કાઇન્ડલી લાઇટ”નો ખૂબ સુંદર ગુજરાતી અનુવાદ ગાઈને તમારા બંધુભાવના સૂચનને કાર્યાન્વિત કર્યું. સાંજની પ્રાર્થનામાં ભજન ગાવાનું હમેશાં મહાદેવને ભાગે આવે છે, એનો સમય લગભગ ૭-૪૦નો હોય છે. પ્રાર્થના ૭-૩૦ વાગ્યે ચાલુ થાય છે અને એની શરૂઆત ગીતાના બીજા અધ્યાયના છેલ્લા ૧૯ શ્લોકોથી થાય છે. એના પછી રામધૂન આવે છે, ત્યાર પછી ભજન આવે છે. તમારું સૂચન વાંચતાં જ એનું સમર્થન કરવામાં મને સંકોચ થયો નહોતો. પણ કયું ભજન પસંદ કરવું તેની હં ુ ચર્ચા કરી રહ્યો હતો. મારો વિચાર અંગ્રેજીમાં ભજન ગાવાનો હતો એટલે પસંદગી મર્યાદિત હતી. એ “લીડ કાઇન્ડલી લાઇટ” અથવા “વેન આઈ સર્વે ધ વન્ડ્રસ ક્રોસ”

અક્ષરદેહ-૪૯ (૧૯૭૮) ૪૪૫-૪૬

कोचरब से आश्रम साबरमती के किनारे वाड़ज के पास गया, तब संगीताचार्य श्री नारायणराव खरे आश्रम में आये। उनके साथ हिन्दुस्तानी संगीत और भजनों की समृ​ृद्धि आई। रामधुन भी आई। पंडित खरे, मामा फडके, श्री विनोबा और बाळकोबा भावे और मैं इनके कारण महाराष्ट्र के संतकवियों की वाणी भी आश्रम-प्रार्थना में शामिल हुई। विनोबा और मैं उपनिषद् के उपासक ठहरे। उपनिषद्-स्मरण के बिना हमारी प्रार्थना पूरी कैसे हो सकती? लेकिन उपनिषद् के वचन प्रार्थना में नहीं, बल्कि प्रार्थना के बाद जो प्रवचन होता था उसमें काम में लिये जाते थे। अफ्रीका के दिनों से ही गांधीजी का नियम था कि जिस तरह आहार में हरएक को उसके अनुकूल खुराक दी जानी चाहिये, उसी तरह प्रार्थना में भी हरएक को उसकी रुचि का और श्रद्धा का आध्यात्मिक आहार मिलना चाहिए — કાકાસાહે બ કાલેલકર

154

[आश्रम भजनावलि ની પ્રસ્તાવનામાંથી]

[ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની સૂ�મ દૃષ્ટિ, સંચાલન અને વિનોદવૃત્તિ વર્ણવતાં સંસ્મરણો: બાપુના આશ્રમમાં

સાબરમતી આશ્રમ-શતાબ્દી

અમૃત મોદી સ્વરાજ-પ્રાપ્તિની ગાંધીજીની સફરના પાયામાં રહ્યું આશ્રમી જીવન. પરોઢિયે પ્રાર્થનાથી શરૂ થતું અને આખો દિવસ પ્રવૃત્તિઓથી ધમધમતું એ આશ્રમી જીવન કેવું હશે? કોણ કોણ ગાંધીજીને મળવા આવતું હશે? તેમની વચ્ચે શા સંવાદો થતાં હશે? શી ઘટનાઓ ઘટતી હશે? કોઈક સમસ્યા સર્જાય તો કેવી રીતે તેનો ઉકેલ આણતા હશે અને આ બધાં વચ્ચે પણ ગાંધીજી કેવા હળવા રહે તા હશે, તેનો આંખે દેખ્યો અને રસપ્રદ દસ્તાવેજ એટલે બાપુના આશ્રમમાં (સંસ્મરણો)…

એક સમયે ગાંધીજીના ‘Young India’માંથી સફર હરિજન આશ્રમ–સાબરમતીમાં રહીને કેટલાક લેખો લઈને આગવું સાપ્તાહિક શરૂ કરવાની મંછા રાખતા અને જમનાલાલ બજાજની સલાહથી માત્ર ‘Young India’ નહીં, પણ ‘નવજીવન’ના લેખો પણ સમાવીને, માત્ર આ બંને સાપ્તાહિકોના લેખોનો અનુવાદ કરીને પોતાનું હિં દી સાપ્તાહિક પ્રકાશિત કરવા ધારતા, મૂળ ઇંદોરના હરિભાઉ ઉપાધ્યાયની મુલાકાત ગાંધીજી સાથે થઈ. એ તેમના માટે એટલી મનભાવન રહી કે એ પછીની

બાપુના આશ્રમમાં (સંસ્મરણો) લેખકૹ હરિભાઉ ઉપાધ્યાય અનુ. બાલુભાઈ પારે ખ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પેપર બૅક સાઇઝૹ 4.5 × 7 પાનાંૹ 104, ૱ 60 ISBN 978-81-7229-466-3

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

સ્વામી આનંદ સાથે કામ કરતાં કરતાં, છેવટે હિં દી ‘નવજીવન’નું સંપાદન સંભાળવા સુધી લઈ ગઈ. છેક ૧૯૩૦માં ગાંધીજી ‘સ્વરાજ’ મેળવવાની પ્રતિજ્ઞા લઈને દાંડીકૂ ચ માટે અમદાવાદથી નીકળ્યા ત્યારે વીરમી. આ સમયગાળા સુધીનાં હરિભાઉએ લખેલાં સંસ્મરણો બાપુના આશ્રમમાં પુસ્તકનાં ૧૦૪ પાનાંમાં પ્રેરક, સૂચક અને રોચક શૈલીમાં આલેખાયાં છે. સૌપ્રથમ ૧૯૬૨માં પ્રકાશિત થયેલા આ પુસ્તકનું નવજીવને વર્ષ ૨૦૧૩માં પુનર્મુદ્રણ કર્યું છે. આ સંસ્મરણો આબાલવૃદ્ધ સૌને એકદમ સુગ્રાહ્ય અને સુબોધ થઈ પડે તેવાં છે. ગાંધીપ્રેરિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાઓને પ્રેરણાંનાં પાન કરાવે તેવાં છે. ગાંધીજીના જીવનની એક વિશેષતા એ હતી કે કોઈ પણ પ્રવૃત્તિ એ એકલા નહોતા કરતા. વાત વહે વારની હોય કે આધ્યાત્મિક સાધનાની, સમાનધર્મી લોકોને શોધવાનો, એમને બોલાવવાનો, એમનાં સલાહસૂચનો લેવાનો અને એમનો સહયોગ લેવાનો ગુણ પણ એમના લોહીમાં વહે તો હતો. સૌનાં દિલોને જોડવાની પ્રવૃત્તિ એ જીવનભર કરતા રહ્યા. એ માટે ‘જગતહિતની અવિરોધી’ એવી દેશસેવા કરવાની કેળવણી લેવી અને એવી દેશસેવા કરવાનો સતત પ્રયત્ન કરવાના ઉદ્દેશથી 155


ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરીને સમાજને પોતાના આદર્શની દિશા બતાવવાના પ્રયોગનો આરંભ કર્યો હતો. એથી પોતાની નજીકના

માણસોના

જીવનઘડતર

માટે ની

કસોટીનો ગજ તેમણે ટૂં કો નહોતો રાખ્યો. ક્યારેક એમની શિસ્તમાં કઠોરતા પણ જોવા

મળતી. પરંતુ એમાં બાપુનો પ્રેમ પણ પારાવાર હતો

૧૯૧૫માં ૨૫ મેએ કોચરબમાં સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો હતો. જ ેનું ૧૯૧૭માં ૧૭મી જૂ ને સાબરમતીમાં સ્થળાંતર થયું હતું. આ આશ્રમોનાં સંસ્મરણો નિષ્કામ કર્મ અને ત્યાગ તથા સહજીવનની પ્રેરણા આપે તેવાં છે. એમાં પાને પાને સુપથની દિશા સૂચવાઈ છે. દેશના તત્કાલીન ઇતિહાસને ઓછો જાણનારા લોકોને સારુ આ સાંભરણો નેત્રદીપક થઈ પડે એમ છે. ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરીને સમાજને પોતાના આદર્શની દિશા બતાવવાના પ્રયોગનો આરં ભ કર્યો હતો. એથી પોતાની નજીકના માણસોના જીવનઘડતર માટેની કસોટીનો ગજ તેમણે ટૂ કં ો નહોતો રાખ્યો. ક્યારે ક એમની શિસ્તમાં કઠોરતા પણ જોવા મળતી. પરં તુ એમાં બાપુનો પ્રેમ પણ પારાવાર હતો. પ્રિન્સ ઑફ વેલ્સના સ્વાગતના બહિષ્કારની ચળવળ પુરજોશમાં ચાલતી હતી. વિદેશી કાપડની હોળી ઠેક-ઠેકાણે થવા લાગી. ગાંધી એક આંધી સમાન હતા. એ વખતે ગ્વાલિયરના મહારાજાએ કહ્યું હતું કે, મહાત્મા અદ્ભુત પુરુષ છે. નામ શાંતિનું લે છે અને જ્યાં જાય છે ત્યાં અશાંતિ 156

મચાવે છે. કારણ કે મહાત્માજી નખશિખ ક્રાંતિકારી છે. પ્રકરણ ‘બે મજ ેદાર પ્રસંગો’માં લેખક લખે છેૹ એક ગુજરાતી સજ્જન પત્ની સાથે બાપુજીને મળવા આવ્યા. વિલાયતથી આવ્યા હશે. સૂટબૂટ ચડાવીને આવ્યા હતા. …તેમણે પોતાનો પરિચય આપ્યા પછી બાપુજીને કહ્યું કે, આપ ઇંગ્લૅન્ડમાં હતા ત્યારે ગુજરાતીઓએ એક સભા યોજી હતી. તેમાં આપે ઇંગ્લૅન્ડના ગુજરાતીઓને કહ્યું કે, અહીં તમારે એકબીજા સાથે અંગ્રેજીમાં જ બોલવું જોઈએ. મહાત્માજી તો અચંબામાં પડી ગયા. તેમણે પૂછ્યું, “મેં શું કહ્યું હતું?” “એ જ કે, અંગ્રેજીમાં જ બોલવું જોઈએ.” “અંગ્રેજીમાં એમ કહ્યું હતું?” “હાજી, હં ુ એ સભાનો મંત્રી હતો.” “તો એ બીજો કોઈ ગાંધી હશે. મેં તો એમ કહ્યું હતું કે અહીં ગુજરાતીઓએ ગુજરાતીમાં બોલવું જોઈએ.” હવે પેલા ભાઈસાહે બને પોતાની ભૂલ સમજાઈ. તે ખૂબ જ શરમાઈ ગયા, અને કહે વા લાગ્યા, “સાહે બ, મારી ભૂલ થઈ. મારાથી ઊલટુ ં જ બોલાઈ ગયું.” જોકે, ભૂલ કબૂલવા છતાં “મળવા આવનાર સાહે બ અંગ્રેજીમાં બોલતા હતા અને ગાંધીજી ગુજરાતીમાં જવાબ આપતા હતા. ગાંધીજીનો આ સ્વદેશી ધર્મ કે માતૃભાષા પ્રેમ જોઈને હં ુ ગદ્ગદ થઈ ગયો.” બીજો પ્રસંગ એક છોકરીના પિતાએ તેની મરજી વિરુદ્ધ તેનાં લગ્ન નક્કી કર્યાં તેનો. એ છોકરી છૂપી રીતે ભાગીને આશ્રમમાં આવી હતી. પિતાએ મહાત્માજી પર ખૂબ ગુસ્સાભર્યો પત્ર લખ્યો. મા [ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


બાપ દીકરીને લેવા આશ્રમમાં આવ્યાં. ગાંધીજીએ પૂછ્યું, “વારુ…ને લેવા આવ્યાં છો ને? લઈ જાઓ. આ સામે બેઠી.” એ દિવસ તેઓ આશ્રમમાં રહ્યાં. આશ્રમનું જીવન જોઈને અને ગાંધીજીનો સદ્ભાવ જોઈને પિતાનો ગુસ્સો કોણ જાણે ક્યાંય જતો રહ્યો. છોકરીને લેવા આવેલા તે, તેને સોંપીને ગયા! આ બાપુની અહિં સાનો પ્રભાવ હતો. વિરોધી મિત્ર બનીને ગયા. અક્રોધે ક્રોધને જીતી લીધો. ‘બાપુની મહાનતાનું મૂળ’ પ્રકરણમાં લેખક લખે છેૹ બાપુજી વિનયના અવતાર હતા. તેમના જીવન દરમિયાન જ બિંદુના સિંધુ થઈ ગયા હતા. પરં તુ અવસાન પછી તો સિંધુ મટીને વિભુ બની ગયા. પહે લાં જ ે વિશાળ સાગર હતા, તે હવે વ્યાપક આકાશ બની ગયા. આ શક્ય બની શક્યું તેનું કારણ તેમની રજકણ બની જવાની સાધના હતી. ૧૯૨૪-૨૫ની વાત છે. સ્વ. હકીમ અજમલખાં સાબરમતીના આશ્રમમાં આવ્યા હતા. ‘એક ખાનદાન મુસ્લિમને આર્ય આદર્શનો નમૂનો તેમણે બતાવવો હતો. … એમાં એમની અતિથિસત્કારની ભાવના જ નહીં, પોતાને રજકણ બનાવી દેવાની સાધના પણ સમાયેલી હતી. હકીમસાહે બ ખાઈ રહ્યા એટલે બાપુજી પોતે લોટો લઈને હાથ દોવડાવવા લાગ્યા’ હકીમના આદરસત્કારમાં મહાત્માજીની ‘મહાનતાનો આ આદર્શ મારા મનમાં હમેશને માટે ચીતરાઈ ગયો. મહાત્માજીને તેમના જીવનનાં આવાં નાનાં નાનાં કામોએ જ ેટલા મોટા બનાવ્યા છે, તેટલાં મોટાં કામોએ પણ નથી બનાવ્યાં.’ આશ્રમ-સંચાલનની કસોટી કપરી હતી. કેમ કે, વિભિન્ન રસ-રુચિ, વિચાર, મત ભિન્નતા છતાં સર્વસંમતિથી કામ કરવાનો આગ્રહ, વિચારસ્વાતંત્ર્ય પણ ભરપૂર હતું. સાબરમતી આશ્રમના સંચાલન नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

જે વિચાર અને ઉપદેશ જીવનમાં ઓતપ્રોત થયાં હોય તેની જ અસર પડે છે. . . . આ પુસ્તક

ગાંધીજીનું માનસ, એમની જીવનદૃષ્ટિ અને

કાર્યપદ્ધતિ સમજવાની સીડી સમાન છે. ગાંધીવિચારની પૂંજી આ પુસ્તકમાંથી મળે છે. તે લોકસેવાનાં કામ કરનારા તેમ જ સારી રીતે

જીવન જીવવા ઇચ્છતા સૌકોઈએ વાંચવા જેવું છે

બાબત એક વાર હરિભાઉ સાથે વાત થતાં બાપુ બોલ્યા હતા, “આ આશ્રમ ચલાવવો એ બહુ મુશ્કેલ કામ છે. છતાં હં ુ જાણું છુ ં ત્યાં સુધી આ મારી સારામાં સારી કૃ તિ છે.” ૧૯૨૩ની વાત છે. ગોધરામાં કોમી-રમખાણ થયાં હતાં. ત્યાંથી ભાગીને સાબરમતી આશ્રમ આવેલાઓએ અત્યાચારોની ઘણી ફરિયાદો કરી. બધું ખૂબ દુ:ખપૂર્વક પણ શાંતિથી સાંભળ્યા પછી ગાંધીજીએ પૂછ્યું, “તો તમે બધાએ શું કર્યું?” “શું કરીએ? આપની અહિં સાએ અમારા હાથપગ બાંધી લીધા છે. એટલે અમારે માર ખાવો પડે છે!” બાપુનો ચહે રો લાલચોળ થઈ ગયો. તેઓ કડક અવાજ ે બોલ્યાૹ એ તો ઠીક છે. પણ મારી અહિં સાએ એવું નથી કહ્યું કે તમે બધા નાસી આવીને તમારી કાયરતાના સમાચાર મને આપો! મારી અહિં સા તો એવે વખતે ખપી જવાનું કહે છે. તમારામાં એ રીતે ખપી જવાની હિં મત નહોતી તો તમારી માન્યતા પ્રમાણે એ સ્થિતિનો સામનો કરવો હતો. આવા જ એક પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠની 157


કેટલીક છોકરીઓએ કિશોરલાલ મશરૂવાળાને પૂછ્યું કે છોકરાંઓ કોઈ કોઈ વાર અમારી છેડતી કરે છે, તો અમારે શું કરવું? એનો સામનો કેવી રીતે કરવો? તેમણે અહિં સક રીતે સામનો કરવાનો ઉપાય પૂછ્યો હતો. કિશોરલાલભાઈએ કહ્યું, “તમારા પગમાં ચંપલ તો હોય છે ને? તે કાઢીને મારો.” છોકરીઓ તો આ સાંભળીને દંગ થઈ ગઈ. કિશોરલાલભાઈ જ ેવા અહિં સામાં માનનાર હિં સાનો માર્ગ બતાવે? એટલે છોકરીઓએ કહ્યું, “આ તો હિં સા થઈ. એ તો અમે જાણીએ છીએ. અમારે તો અહિં સક ઉપાય જાણવો છે.” કિશોરલાલભાઈએ જવાબમાં કહ્યું, “આ વિશે તમને કાંઈ શંકા હોય અથવા તમને આથી સમાધાન ન થતું હોય તો બાપુને જ પૂછી લો.” છોકરીઓ બાપુ પાસે ગઈ. બાપુએ કહ્યું, “બસ, કિશોરલાલે આ જ બતાવ્યું? હં ુ તો કહં ુ છુ ં કે કોઈ તમારા પર બળાત્કાર કરવા જાય તો તમારી પાસે છરી હોય તો તે ભોંકી દો. એને હં ુ તમારે માટે અહિં સા જ કહીશ.” બાપુ છોકરીઓને નિર્ભયતાનો પાઠ શીખવવા માગતા હતા. અને નિર્ભયતા જ અહિં સાનો ખરો ગુણ છે. બાપુની ‘અદ્ભુત સહનશીલતા'નો અને દીર્ઘદૃષ્ટિનો એક પ્રસંગ આલેખીને હરિભાઉ લખે છે: ગાંધીજીએ સત્ય અને શુદ્ધિને ખાતર ઝેરના આવા[અહીં આર્યસમાજ અને મુસ્લિમો વચ્ચે ખટરાગના] કેટલાયે ઘૂંટડા પીધા છે. એમનામાં જ ેમ સત્યની તલવાર ઉઠાવવામાં નિર્ભય બળ અને હિં મત હતાં તેમ બીજાનાં અયોગ્ય હુમલા, વાંધા, શંકાને સહી લેવાનું અપાર અહિં સા-બળ પણ હતું. 158

ગાંધીજી સમયપાલન અને નિયમપાલનમાં કેટલા ચોક્કસ હતા તે તો બધા જાણે છે. એવા પ્રસંગો પણ હરિભાઉએ જણાવ્યા છે. કૌટુબિ ં ક જીવનમાંથી સામાજિક અથવા સામૂહિક જીવન તરફ પ્રગતિ કરવી જોઈએ એમ ગાંધીજી માનતા હતા. એમના રામરાજ્યનું આ એક પગથિયું હતું. બાપુ પાસે આશ્રમના નાનામોટા કેટલાય સવાલો આવતા. નાનામાં નાની બાબત તરફ પણ ધ્યાન આપ્યા વિના એમને ચેન પડતું નહીં. સવાલોનો ઉકેલ કરવાની એમની રીત પણ અદ્ભુત હતી. કોઈ કામ સત્ય-અહિં સાના સિદ્ધાંતની વિરુદ્ધ ન થવા પામે; એનો એવો ઉકેલ કાઢવામાં મારાથી દબાઈ જઈને તો કોઈ વ્યક્તિ અમુક વાતમાં હા નથી કહે તી ને? એનું એ ખૂબ ધ્યાન રાખતા. એવા અનેક પ્રસંગો હરિભાઉએ આ પુસ્તકમાં જણાવ્યા છે. બાપુના ટૉલ્સ્ટૉય ફાર્મ, ફિનિક્સ વસાહત, સાબરમતી, કોચરબ અને સેવાગ્રામ બધે આરં ભમાં વેરાન જમીન હતી. એથી સાપ, વીંછી, કાનખજૂ રા અને છછુ દં ર, કોળ, કીડી, ઊધઈ વગેરે બીજાં જીવજંતુઓનો સથવારો રહ્યા કરતો. કેમ કે એ એમનું અસલ ઘર હતું. તેમની જન્મભૂમિમાં આશ્રમવાસીઓ ઘૂસી ગયા અને પોતાનો અડ્ડો જમાવ્યો; એટલે તેઓ પોતાની લડાઈ કોઈ ને કોઈ રૂપે ચાલુ રાખતા જ હતા. પરં તુ આશ્રમવાસીઓ તો અહિં સામાં શ્રદ્ધા ધરાવતા હતા. એટલે સાપ, વીંછી, કાનખજૂ રાને પકડીને દૂર દૂર મૂકી આવતા હતા. આ અહિં સાભાવને લીધે સાપ પણ મર્યાદા રાખતા. ત્યાં સાપ કરડવાના બે જ દાખલા બન્યા હતા. એમણે ડંખ પણ અહિં સાભાવે જ માર્યો હતો, કેમ કે, એથી કોઈનું પણ મરણ થયું નહોતું. આવા પ્રસંગોએ અહિં સાની દિશામાં કેટલી પ્રગતિ કરી છે તે જણાઈ આવતું. સાબરમતીમાં ચોરીનો ઉપદ્રવ [ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


જ ેને પોતાની ફરજનું, જવાબદારીનું ભાન નથી તેને માણસ કેમ કહે વાય? હરિભાઉને એનું ભાન છે એ સારી વાત છે. પરં તુ મારી સમજ પ્રમાણે એમણે ઉતાવળ કરવાની જરૂર નથી. એ જાણે છે કે ઉપવાસ આખરી ઉપાય છે. ઉપવાસ પહે લાં ઘણું થઈ શકે એમ છે. પછી તેમણે મને ત્યાં રચનાત્મક કામ અને સંગઠન કરવાની સલાહ આપી, જ ેથી લોકોમાં પાછુ ં બળ આવે અને એને લીધે સમાધાનની શરતોનું પાલન કરાવવાનું સહે લું થઈ જાય. આખરે ત્યાં એક બીજો સત્યાગ્રહ જ કરવો પડ્યો. બાપુએ જ ેટલી કદર કરવાને યોગ્ય વાત હતી તેની કદર કરી, જ ેટલી અનાવશ્યક કે અપ્રાસંગિક હતી તે માટે મને સમજાવ્યો અને છેવટે રસ્તો પણ બતાવ્યો. આથી જ તેઓ પિતા, ગુરુ, અને નેતા એ ત્રણે પદને શોભાવી શક્યા હતા. જ ે વિચાર અને ઉપદેશ જીવનમાં ઓતપ્રોત થયાં હોય તેની જ અસર પડે છે. સત્ય-અહિં સાના ઉપાસક મહાત્મા ગાંધીજીના અંતરની આવી વિચારપ્રેરક વાતોમાં કાંઈ ને કાંઈ વિશેષતા, શિખામણ, ઉદ્બોધન રહે લાં છે. આ પ્રસંગો આપણને બોધ, પ્રેરણા અને દૃષ્ટાંત આપે છે. આ પુસ્તક ગાંધીજીનું માનસ, એમની જીવનદૃષ્ટિ અને કાર્યપદ્ધતિ સમજવાની સીડી સમાન બની રહે છે. ગાંધી-વિચારની પૂંજી આ પુસ્તકમાંથી મળે છે લોકસેવાનાં કામ કરનારા તેમ જ સારી રીતે જીવન જીવવા ઇચ્છતા સૌકોઈએ આ પુસ્તક વાંચવા જ ેવું છે.

રહે તો ત્યારે બાપુએ પોતાની સહીથી એક પત્ર છપાવ્યો હતો, જ ેમાં ચોરલૂંટારાઓનો ધંધો ખરાબ છે એમ બતાવ્યું હતું. અને ગામલોકોને ચોરી થતી અટકાવવાના કામમાં આશ્રમને સાથ આપવાની અપીલ કરી હતી. તેઓ સૌને કહે તા કે, ‘સર્વોદય' અથવા ‘રામરાજ્ય'નો આધાર જ ેટલો શાંત રચનાત્મક પ્રવૃત્તિઓ પર છે, તેટલો નિષેધાત્મક, ખંડનાત્મક પ્રવૃત્તિઓ ઉપર નથી. એ મુખ્યત્વે અંતરના વિકાસની બાબત છે, બહારની ભાંગતોડ કે તડજોડની નથી. જોધપુરના એક કાર્યકર્તાના બ્રહ્મચર્ય સંબંધિત પ્રસંગ વર્ણવતા ગાંધીજીને ટાંકીને હરિભાઉ લખે છે, “…અને તમારે તમારો આગ્રહ છોડીને પત્નીને સંતોષ આપવો જોઈએ.” એ વિરલ પ્રસંગ છે. બાપુ આગ્રહી હતા, પણ એકાંગી નહોતા. વિજ્ઞાનીની જ ેમ તેઓ પોતાના અને બીજાના પ્રયોગોનું બારીકીથી નિરીક્ષણ કરતા અને તેનાં પરિણામો પરથી તેની ઊંડી છણાવટ કરતા. એને લીધે જ મોટા મોટા અને કેટલીક વાર તો ભયંકર મનાતા પ્રયોગોમાંથી એમને હમેશ બળ, સ્ફૂર્તિ અને પ્રગતિ મળ્યાં છે. ગાડી ક્યાં ખોટકાઈ છે તે તેઓ તરત કળી જતા અને દરે કને તેના અધિકાર પ્રમાણે સલાહ આપતા. મેવાડના બિજોલિયા રાજ્યે હરિભાઉ સાથે એક સાર્વજનિક કામ બાબત થયેલી સમાધાનની એક શરતનું પાલન થતું નહોતું. એથી હરિભાઉએ આમરણ ઉપવાસ કરવાનું વિચાર્યું. જમનાલાલ બજાજ એમને લઈને બાપુને મળવા આવ્યા. ત્યારે બાપુએ સલાહ આપી કે, આવી ભાવુકતા (સેન્સિટિવનેસ) તો મને ગમે છે. જ્યાં સુધી એ માણસમાં હોય ત્યાં સુધી માણસ જીવતો અને પ્રગતિશીલ છે, એમ માનવું.

[જૂ ન-જુ લાઈ ૨૦૧૪ના અંકમાં પ્રકાશિત પુસ્તકપરિચય આશ્રમ-શતાબ્દી નિમિત્તે કેટલાક સુધારા સાથે પુનર્મુદ્રિત] 

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

159


ચંપારણનો સાદ

ચંપારણ સત્યાગ્રહ શતાબ્દી

રામનારાયણ ના. પાઠક ‘મૂછાળી મા’થી જાણીતા બાળસાહિત્યકાર ગિજુ ભાઈ બધેકાએ બાળવાર્તાઓ તો ઘણી રચી પણ જ્યારે પણ એમને કોઈના મુખે એ વાર્તા કહે વરાવાનો વિકલ્પ મળતો ત્યારે તેમની નજર રામનારાયણ ના. પાઠક પર ઠરતી. ઇતિહાસ-સાહિત્ય સંશોધક ગંભીરસિંહ ગોહિલ નોંધે છે, ‘રામભાઈ ઉત્તમ સજ્જતા ધરાવતા વાર્તાકથક હતા. બાળકો, પ્રૌઢો કે વૃદ્ધોને તેઓ તેમની વાર્તાઓથી રસતરબોળ કરી મૂકતા. [સ્વરાજની લડતમાં] જાહે રસભા વખતે તેમની રજૂ આતો વિશાળ મેદનીને પણ જકડી રાખતી. તેમની એકની એક વાર્તા જુ દા જુ દા પ્રસંગે અનેરો રસ આપતી.’ (नवजीवनનો અક્ષરદેહ, ઑગસ્ટ ૨૦૧૬) ગાંધીયુગના આવા સત્યાગ્રહી, શિક્ષક, સંશોધક અને સાહિત્યકાર રામનારાયણ (૧૯૦૫ – ૧૯૮૮) ના. પાઠકે ગિજુ ભાઈના સૂચનથી ગાંધીકથાના ભાગ ૧,૨ અને ૩ લખ્યા. સ્વરાજની લડતના અરસામાં જ એ તબક્કાવાર પ્રકાશિત થયા. એ પછી ગાંધીજીની જન્મ શતાબ્દી ટાણે ૧૯૬૯માં ગુજરાત રાજ્ય સમાજ શિક્ષણ સમિતિ-સુરતે તે પુન:પ્રકાશિત કર્યા. ૧૯૭૫માં પ્રકાશિત બીજી આવૃત્તિની નકલો વેચાઈ ગયા પછી આ પુસ્તિકાઓ અપ્રાપ્ય હતી. રામનારાયણ ના. પાઠકના દીકરી ડૉ. ઉષાબહે ન પાઠક અને રાજકોટમાં શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા ગિજુ ભાઈ ભરાડે આ પુસ્તિકાઓમાંથી સંપાદિત કરીને ૪૫ પ્રકરણો સાથેની ગાંધીકથા વર્ષ ૨૦૦૯માં પૂનઃ પ્રકાશિત કરી છે. બાળકો-કિશોરો-તરુણોને રસ પડે એવી સરળ અને રસાળ શૈલીમાં લખાયેલાં આ પ્રકરણોમાંથી એક, ‘ચંપારણનો સાદ’....

ગંગાને પેલે પાર, હિમાલયની તળેટીમાં, ચંપારણ બિહારના આગેવાનો તેમની મદદમાં આવ્યા. તેમાં

જિલ્લો છે. આંબાનાં વન, રળિયામણો મુલક, રસાળ ધરતી! ગોરા જમીનદારો ત્યાં પહોંચ્યા. હજારો એકર જમીન કબજ ે કરી. તેમાં ગળીનું વાવેતર કરાવતા. વીસ કઠાનો ત્યાંનો એકર, તેમાં ત્રણ કઠામાં ફરજિયાત ગળી વાવવી પડે તેવો કાયદો કરાવ્યો. ગોરા માલિકો ખેડૂતોને ગુલામની જ ેમ રાખતા. ભારે જુ લમ ગુજારતા. એમાં રાજકુ માર શુકલ નામનો એક ખેડૂત હતો. સાધારણ ભણેલો. એનાથી આ જુ લમ સહન ન થયો. દિલમાં આગ સળગી. એણે ગાંધીજીનું નામ સાંભળેલું. એ વરસે લખનઉમાં કાૅંગ્રેસ ભરાઈ. તેમાં ગયો. ગાંધીજીને મળ્યો. એમની પાછળ પડીને ચંપારણ ખેંચી લાવ્યો. ખેડૂતોની દશા જોઈ ગાંધીજીનું અંતર કકળી ઊઠ્યું. એ દુઃખ દૂર કરવાનો એમણે નિરધાર કર્યો. બધાં કામ પડતાં મૂકી ચંપારણમાં થાણું નાખ્યું. 160

રાજ ેન્દ્રબાબુ અને કૃ પલાનીજી મુખ્ય હતા. એ બંનેએ તો જીવનભરની ફકીરી લીધી. બીજા વકીલભાઈઓ આવી પહોંચ્યા. તપાસ શરૂ થઈ. જિલ્લાનું મુખ્ય મથક મોતીહારી. તેમાં એક મકાન ભાડે લીધું. ત્યાં છાવણી નાખી. દરે ક આગેવાન પોતાનું રસોડુ ં જુ દું ચલાવતા. તેનું ખરચ પોતે ભોગવતા. પણ તેમનો જમવાનો કશો નિયમ ન હતો. કોઈ રાતે દસ વાગ્યે જમે તો વળી કોઈ મધરાતે! દરે કની પાસે રસોયા. ભાતભાતની વાનગીઓ બનાવે. ગાંધીજીએ એવા શોખ છોડવા સમજાવ્યું. એક રસોડે જમવાનું રાખ્યું. ભોજન સાદું અને સમયસર થવા લાગ્યું. કસ્તૂરબાએ રસોડાનું સુકાન સંભાળ્યું. મોટાં વાસણો ગાંધીજી માંજ ે, રાજ ેન્દ્રબાબુ કૂ વામાંથી પાણી કાઢી વાસણો ધોવડાવે, એ જોઈ સૌ સામે ચાલીને હાથે કામ કરવા લાગ્યા. એ દિવસોમાં જ મુંબઈથી [ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


મહાદેવભાઈ આવી પહોંચ્યા. તેમને પણ ગાંધીજીએ રસોડામાં લીધા. મહાદેવભાઈના અક્ષર મોતીના દાણા જ ેવા. તેઓ સરસ લેખો લખતા. સુંદર ચોપડીઓ રચતા, પણ બાપુને મન બધાં કામ સરખાં, બાપુએ જાતે લોટ બાંધતા અને મજાની ગોળ રોટલી બનાવતા શીખવ્યું. તે દિવસથી માંડીને પચીસ વર્ષ સુધી મહાદેવભાઈ ગાંધીજીના પડછાયાની જ ેમ સાથે રહ્યા. ચંપારણમાં વાયુવેગે વાત ફે લાઈ ગઈ. ગાંધી મહારાજ આપણાં દુઃખ દૂર કરવા આવ્યા છે. ખેડૂતોનાં ટોળેટોળાં ઊમટ્યાં. હજારો એકઠા થયા. મોતીહારીમાં વકીલો તેમની કથની લખી લે. પોલીસનાં ખાખી કપડાં જોઈ ઝૂંપડામાં પેસી જતા, એવા લોકો ગોરા અમલદારોની હાજરીમાં પોતાની જુ બાની લખાવવા લાગ્યા. ગાંધીજી લોકરિયા નામના ગામે ગયા. ખેડૂતો ગોરા જમીનદારોના જુ લમની વાતો બેધડક કહે વા લાગ્યા. પરાણે વેઠ ે પકડી જાય. બૈરાંછોકરાં પાસે ગુલામની જ ેમ કામ કરાવે, પૂરી મજૂ રી ન ચૂકવે, મુકાદમો ચાબખાના માર મારે ; આવી હકીકતો સાંભળતા ગાંધીજીને કાળજ ે ઘા પડ્યો. ગોરો અમલદાર સામે બેઠો હતો. તેની જીભ સિવાઈ ગઈ. ગાંધીજીને ચંપારણમાં લઈ આવનાર રાજકુ માર શુકલના ગામે ગયા. જઈને જોયું તો તેનું ઘર લૂંટાવી દીધેલું. અનાજની કોઠીઓ તોડીફોડી નાખેલી. કેળ, ઝાડપાન ખેદાનમેદાન કરી નાંખ્યાં હતાં. ખેતરમાં ઊભો પાક ઢોર મૂકી ભેળવી દીધેલો. એ બધું જોઈ ગાંધીજીને ખૂબ લાગી આવ્યુ. રાજકુ માર પોતે ખુવાર થઈ ગયાં, પણ ખેડૂતોનાં દુઃખ દૂર કરવા ગાંધીજી આવ્યા તેથી તેમને સંતોષ હતો. આવેલા અમલદારને ગાંધીજીએ પૂછ્યુંૹ ‘આથી વધારે પુરાવાની કશી જરૂર છે ખરી?’ એ શું જવાબ આપે? नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

હોલટમ નામનો એક જમીનદાર ગાંધીજી પાસે આવ્યો. એ કહે , ‘ગાંધીસાહે બ, આપ અમારે ગામ ચાલો. મારા ખેડૂતોને કશી ફરિયાદ નથી. તમારી પાસે આવેલી હકીકતો સાવ બનાવટી છે.’ ગાંધીજી એને ગામ ગયા. બગીચામાં લોકોને એકઠા કર્યા. બસો-અઢીસો માણસો હશે. એક એંસી વરસના ડોસા સામે આંગળી ચીંધી સાહે બ બોલ્યાૹ ‘જુ ઓ ગાંધીસાહે બ, આના જ ેવો સાચો માણસ આખા ચંપારણમાં નહીં મળે. એને આપ પૂછી જુ ઓ.’ ગાંધીજીૹ ‘કેમ બાપા, તમારે કંઈ કોઠીવાળાની કનડગત ખરી?’ ડોસો ઊભો થઈને હાથ જોડી બોલ્યોૹ ‘ના, સરકાર, અમને સાહે બ બહુ સાચવે છે.’ ડોસાનું વેણ પૂરું થાય તે પહે લાં લોકોમાં ખળભળાટ મચ્યો. એકસામટી બૂમ ઊઠીૹ ‘મહારાજ, એ ડોસો જુ ઠ્ઠો છે. માખણિયો છે. કોઠીવાળાનો મારે લો છે.’ પણ ડોસા સામે જોઈ કહે , ‘એલા, કયા ભવને કાજ આવું જૂ ઠુ ં બોલે છે? હવે કાંઠ ે બેઠો, ભગવાનનો કંઈક ડર રાખ.’ કોઠીવાળા સાહે બના નામથી કંપતા તે ખેડૂતો ગાંધીજીની હાજરીમાં નીડર બની વાત કરવા લાગ્યા. પણ એટલાથી ગાંધીજીને સંતોષ ન થયો. આવા જુ લમમાંથી છૂટવાનો કાયમી ઉપાય શો? ગાંધીજીએ લોકોની નાડ પારખી. દરદનું મૂળ ઊંડુ ં હતું. બીક, આળસ, કુ સંપ, સ્વાર્થ, અજ્ઞાન વગેરે રોગોનાં ખરાં કારણ હતાં. એને સદાને માટે નાબૂદ કરવાના ઈલાજ શોધવા જોઈએ. તેને માટે ગામડે ગામડે સાચા સેવકોએ બેસવું જોઈએ. પ્રેમથી મૂંગે મોંએ સેવા કરી તેમનાં હૈ યાં જીતવાં જોઈએ. લોકોએ પોતાની તાકાતનું ભાન થાય તો કોઈ બીજાના ઓશિયાળા ન રહે . શરૂઆતમાં છ નિશાળો ખોલવાનું નક્કી કર્યું. 161


તેમાં એક શરત રાખી. જ ે ગામ શિક્ષકને ખાવાનું અને મકાન આપે તે ગામે શાળા શરૂ કરવી. ખેડૂતો ગરીબ હતા, છતાં અનાજ આપવા તૈયાર થયા. પણ આવી શાળા ચલાવનાર શિક્ષકો કેમ મેળવવા? જ ેવાતેવા ન ચાલે. મૂળમાંથી સુધારો કરવાનો. વળી પેટવડિયા કામ કરવાનું. ગાંધીજીએ સેવકોની માંગણી કરી. જવાબ સારો મળ્યો. કર્ણાટકથી સોમણજી ને પુંડલિકજી આવ્યા. મુંબઈથી અવંતિકાબાઈ ને આનંદીબાઈ આવ્યાં. સાબરમતીથી કસ્તૂરબા, દેવદાસભાઈ, છોટેલાલજી, સુરેન્દ્રજી આવ્યાં. મહાદેવભાઈ અને તેમનાં પત્ની દુર્ગાબહે ન, નરહરિભાઈ અને મણિબહે ન—આમ શિક્ષકમંડળ જામ્યું. શાળાઓ ખૂલી. દરે ક શાળામાં એક ભાઈ, એક બહે ન. ગામડાંઓમાં ગંદકીનો પાર ન હતો. શેરીમાં કચરો, કૂ વાકાંઠ ે કીચડ, આંગણામાં ઊભું ન રહે વાય એવી એવી બદબો. સ્ત્રીપુરુષ અને બાળકો જાતજાતના રોગથી પીડાતાં હતાં, તેથી પહે લું કામ સફાઈનું કર્યું. શાળામાં આવતાં બાળકોની શરીરસફાઈ ને કપડાં ચોખ્ખાં રાખવાનું શીખવ્યું. એકડા, બગડા ને બારાખડી પછી. ગામલોકોની મદદથી શાળાનાં મકાનો બાંધ્યાં. આમ, ગોરા જમીનદારો સામે બહારની લડત ચાલતી હતી તેની સાથોસાથ અંદરની સુધારણાનું કામ પણ શરૂ થયું. એમ કરતાં છ માસ વીત્યા. એક દિવસ ગાંધીજીને બિહાર સરકારનો કાગળ મળ્યો. ‘તમારી તપાસ બહુ ચાલી. હવે તમારે બિહાર છોડવું જોઈએ.’ ગાંધીજીએ જવાબ લખ્યોૹ ‘મારી તપાસ હજી લાંબી ચાલશે. ખેડૂતોની ફરિયાદો

દૂર નહીં થાય ત્યાં સુધી બિહાર છોડવાનો મારો વિચાર નથી.’ આવો સીધો ને સટ જવાબ વાંચીને ગોરા અમલદારો ને જમીનદારો ધગી ઊઠ્યા. પણ બિહારનો ગવર્નર કંઈક શાણો હતો. એ જાણતો હતો કે ગાંધીજી જુ દી જાતના માણસ છે. એના ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી બિહાર નહીં છોડે. તેણે ગાંધીજીને મળવા બોલાવ્યા. ગાંધીજી તેમને મળ્યા. નિરાંતે વાત કરી. ગાંધીજી ઉપર ગવર્નરને ભરોસો બેઠો. તેમણે ખેડૂતોની ફરિયાદનો નિકાલ કરવા એક પંચ નીમ્યું. તેમાં ગાંધીજીને પણ સભ્ય તરીકે લીધા. પંચે તપાસ કરી. અહે વાલ તૈયાર કર્યો. તેમાં ત્રણ વાત મુખ્ય હતી. ખેડૂતોની ફરિયાદ સાચી છે. જમીનદારોએ ખોટી રીતે પડાવી લીધેલાં નાણાં પાછાં મળવાં જોઈએ, અને તિન કઠિયાનો રિવાજ તરત બંધ કરવો. પંચના અહે વાલ સામે જમીનદારોએ ભારે ઊહાપોહ ચલાવ્યો. વડી સરકારમાં અને વિલાયત સુધી લાગવગ પહોંચાડી, પણ તેમનું કશું ન વળ્યંુ. ગાંધીજીની વાતને દેશભરનો ટેકો હતો. બિહાર સરકારે ગાંધીજીની વાત માની. પંચની શરતો કબૂલ રાખી. સો વરસથી ચાલતો ‘તિન કઠિયા’નો રિવાજ બંધ થયો. ખેડૂતોને આપબળનો મહિમા સમજાયો. ભલા ભૂપ સામે સતને આધારે લડી શકાય તેવો વિશ્વાસ બઠો. ચંપારણની લડતમાં ગાંધીજીનું તેજ જોવા મળ્યું. તેનાં કિરણો આખા ભારતમાં ફે લાઈ ગયાં. 

162

[ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


વૈકં ુ ઠ તારા હૃદયમાં છે

પ્રકાશકનું નિવેદન મહાત્મા ગાંધીનાં જીવન અને વિચાર પર પ્રભાવ પાડનાર મહાત્મા ટૉલ્સ્ટૉયનાં વચન જ ેમ જ ેમ આ ગ્રંથને પાને પાને ઊઘડતાં જાય તેમ તેમ તેને પોતાની સમજમાં ઉતારનાર વાચક કોઈ અવર્ણનીય આહ્લાદનો અનુભવ કરે તેમાં શંકા નથી. ભલે દરે ક વાચકને મહાત્મા ગાંધી જ ેવી શુદ્ધ સત્ય-અહિં સાની શોધ ન પણ હોય; તેમ છતાં, દરે કનાં મનમાં સત્ય માટે એક પોતાની મર્યાદા પૂરતી ઝંખના આગ્રહ અને સ્વતંત્રતા માટેની ચાહના તો રહે લ હોય જ છે. એ દરે કને પણ આ ગ્રંથમાં આદિથી અંત સુધી ઝળહળતી મૌલિકતા વિચારની નવી ક્ષિતિજોની ઝાંખી કરાવ્યા વિના રહે શે નહીં. ચિત્તરં જન વોરા અનુવાદક [પુસ્તકમાંથી]

વૈકુંઠ તારા હૃદયમાં છે લેખકૹ લીઓ ટૉલ્સ્ટૉય • અનુ.ૹ ચિત્તરં જન વોરા પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2017 પેપર બૅક સાઇઝૹ 5.5 × 8.5, પાનાંૹ 192, ૱ 200 ISBN 978-81-7229-805-0

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

ગાંધીજીએ પોતાના જીવનમાં ‘ઊંડી છાપ પાડનાર’

ત્રણ મનુષ્યોનો ઉલ્લેખ આત્મકથામાં કર્યો છે તેમાંના એક તે ટૉલ્સ્ટૉય — ધ કિંગ્ડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ પુસ્તક થકી, પણ આ પુસ્તકનો ઉલ્લેખ તેમણે ગુજરાતીમાં ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામે કરે લો હોવાથી ઘણા વાચકોની વર્ષોથી એવી પૃચ્છા રહે તી કે વૈકુંઠ તારા હૃદયમાં છે પુસ્તક વેચાણમાં છે? કેમ કે ગાંધીજી પર પ્રભાવ પાડનાર અન્ય મહાપુરુષ રસ્કિનનું પુસ્તક અન્ટુ ધિસ લાસ્ટ તેમણે કરે લા સારાંશ સર્વોદય નામે પહે લી આવૃત્તિ પ્રગટ થયા વર્ષ ૧૯૨૨થી વેચાણમાં છે. આ સંજોગોમાં વૈકુંઠ તારા હૃદયમાં છે પુસ્તક પણ વેચાણમાં હશે તેમ માની કેટલાક વાચકો એટલા આત્મવિશ્વાસથી આ પુસ્તક અંગે પૂછતા ત્યારે તે ગુજરાતીમાં હજુ તૈયાર થયું જ નથી તેની પ્રકાશક તરીકે પૂરી ખાતરી છતાં તત્કાલ તેમને ટાઢક પૂરી પાડવા ‘સારું , તો તપાસ કરીને જણાવીએ’ એવો વ્યવહારિક ઉત્તર વાળવાનો થતો. આ તપાસ હવે પૂરી થાય છે! જૉન રસ્કિનના અન્ટુ ધિસ લાસ્ટ નું ગુજરાતી ભાષાંતર આપનાર ચિત્તરં જન વોરાએ ટૉલ્સ્ટૉયના આ પુસ્તકનું ભાષાંતર પણ આપીને લાંબા સમયથી ચાલુ રહે લી વાચકોની માગણી સંતોષી છે. અત્યાર સુધી ચાલી આવતી માગ જોતાં, આશા છે કે વૈકુંઠ તારા હૃદયમાં છે ની પહે લી આવૃત્તિને વાચકો વધાવી લેશે, ને ટૂ કં સમયમાં બીજી આવૃત્તિ પણ પ્રકાશિત થશે. 163


અન્ટુ ધિસ લાસ્ટ

પ્રકાશકનું નિવેદન અહિં સા, ઉપભોગ-જરૂરિયાત પર મર્યાદા અને વિકાસથી થતા લાભમાં સામાજિક સહભાગિતા જ ેવાં મૂલ્ય એ અન્ટુ ધિસ લાસ્ટ ની વિચારધારાનો પાયો છે. આ વિચારધારા વડે વહે લાં કે મોડાં, કદાચ મોડાં મોડાં પણ માનવજાતિ અવશ્ય સમજશે કે ટૅક્નૉલૉજીમાં ગમે તેટલી પ્રગતિ થાય, તેમ છતાં અન્ટુ ધિસ લાસ્ટ નો કોઈ વિકલ્પ નથી. પ્રો. એમ. એલ. દાંતવાલા (૧૯૦૯ • ૧૯૯૮) ગાંધીવિચારના અભ્યાસી અને કૃ ષિઅર્થશાસ્ત્રી [પુસ્તકમાંથી]

અન્ટુ ધિસ લાસ્ટ લેખકૹ જૉન રસ્કિન • અનુ.ૹ ચિત્તરં જન વોરા પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2017 પેપર બૅક સાઇઝૹ 5.5 × 8.5 પાનાંૹ 168, ૱ 170 ISBN 978-81-7229-804-3

164

ગાંધીજીએ આત્મકથામાં જ ે પુસ્તક માટે સ્વતંત્ર પ્રકરણ ‘એક પુસ્તકની જાદુઈ અસર’ નામે ફાળવ્યું છે તે પુસ્તકનું આ ગુજરાતી ભાષાંતર. આ પુસ્તક માટે ગાંધીજી લખે છે, ‘તેને લીધા પછી હં ુ છોડી જ ન શક્યો. તેણે મને જકડી લીધો. ... આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઇરાદો કર્યો.’ તે ઇરાદો એ દક્ષિણ આફ્રિકામાં વસતી હિં દી કોમની સેવાને સારુ શરૂ કરે લા ‘ઇન્ડિયન ઓપીનિયન’ને ખેતર પર લઈ જવું અને ફિનિક્સ આશ્રમની સ્થાપના. ‘સાદું મજૂ રીનું, ખેડૂતનું જીવન’ જીવવાની કાયમીરૂપે આણેલી આ આશ્રમવ્યવસ્થા જ ભવિષ્યમાં તેમને મળનારા અનેક સાથીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી.

આવી જાદુઈ અસર કરનાર પુસ્તક અન્ટુ ધિસ લાસ્ટ નો ગાંધીજીએ કરે લો સારાંશ નવજીવને સૌપ્રથમ ૧૯૨૨માં પ્રકાશિત કર્યો હતો, પરં તુ સમગ્ર પુસ્તકનું ગુજરાતી ભાષાંતર, આપણને ૧૯૯૫માં ચિત્તરં જન વોરા થકી એમના વિચારધારા પ્રકાશન મારફતે સાંપડ્યું. એપ્રિલ ૨૦૧૩માં તેની સંવર્ધિત બીજી આવૃત્તિ થઈ ને ત્રણ જ મહિનાના ટૂ કં ા ગાળામાં તેનું પુનર્મુદ્રણ પણ થયું. નવજીવન પ્રકાશિત પહે લી આવૃત્તિ પણ એવી જ પ્રસાર પામશે એવો વિશ્વાસ છે. [ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


આરોગ્યની ગીતા ઃ દિનચર્યા

પુસ્તક વિશે

બાપાલાલ ગ. વૈદ્ય આધુનિક જીવનશૈલીએ દોરે લા વિકાસની રાહમાં આગળ વધતા આપણને પૈસો-પદ-પ્રતિષ્ઠા-સફળતા બધું ઝડપથી જોઈએ છે. આ બધું ઝડપથી પામવાની લાહ્યમાં જ ેનો મુખ્ય ગુણ જ ધીરાપણાનો છે એવું જીવન ચુકાઈ જાય છે, જીવન માણવા માટે કુ દરતે આપેલા અમૂલ્ય શરીરની સારસંભાળ ચુકાઈ જાય છે ને પરિણામે આવી પડેલી બીમારીમાંદગીમાં સારવાર કરાવવી જ પડે એવા પડાવે આવી પહોંચીએ ત્યારે મોટેભાગે આપણને ‘પહે લું સુખ તે જાતે નર્યા’નો અહે સાસ થાય છે… આવું ન બને એ માટે અગાઉથી જ પ્રેરણા-માહિતી-સમજણ-માર્ગદર્શન આપતું પુસ્તક એટલે બાપાલાલ ગ. વૈદ્યનું દિનચર્યા. વીસમી સદીના ગુજરાતના અગ્રગણ્ય વૈદ્યરાજ અને રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૬૫)થી સન્માનિત બાપાલાલ ગ. વૈદ્યનું દિનચર્યા પુસ્તક નવજીવને હાલમાં જ નવા ટાઇપસેટિગ ં સાથે પુનર્મુદ્રિત કર્યું છે. ચરક, સુશ્રૂત અને કાશ્યપસંહિતા જ ેવા પ્રાચીન ગ્રંથો અને પશ્વિમી આરોગ્યશાસ્ત્રીઓએ કરે લાં અનેક સંશોધનો-સંદર્ભો સાથે લેખકના જાતઅનુભવોથી આ પુસ્તક લખાયું છે. રોજબરોજની આપણી શારીરિક ક્રિયાને લગતાં ૩૩ પ્રકરણો સમાવતું આ પુસ્તક જ ેમ જ ેમ વાંચતા જઈએ તેમ તેમ આપણી હાલની જીવનશૈલી માટે ફે રવિચારણા કરવા પ્રેરતું રહે છે. ઓછુ ં વાંચીને વધુ વિચારી, તેને વિવેકપૂર્વક અમલમાં મૂકતા વાચકો માટે આ પુસ્તક જાણે કે ‘આરોગ્યની ગીતા’ બની રહે એમ છે. કોઈ પણ પુસ્તક મેળામાં નવજીવનના સ્ટૉલમાંથી ગાંધીજીની આત્મકથા અને કાકાસાહે બના પુસ્તકો પછી સૌથી વધારે વેચાણ ધરાવતા આ પુસ્તકના રસાસ્વાદ માટે બે પસંદગીનાં પ્રકરણો…

अनुत्पाद्यैव प्रजा आयुर्वेदमेवाऽग्रेऽसृजत् |

— સુશ્રુત પ્રાણીઓની ઉત્પત્તિ પહે લાં જ, સૃષ્ટિના પ્રારં ભમાં બ્રહ્માએ આયુર્વેદને પ્રથમ ઉત્પન્ન કર્યો.

आयुर्वेदमेवाग्रेऽसृजत्ततो विश्वानि भूतानि |

— કાશ્યપ સંહિતા બ્રહ્માએ સૃષ્ટિને ઉત્પન્ન કરતાં પહે લાં સૌપ્રથમ આયુર્વેદને ઉત્પન્ન કર્યો. આ પછી જ સૌ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ.

सोऽयं आयुर्वेद: शाश्वतो निर्दिश्यते अनादित्वात् स्वभावसंसिद्धलक्षणत्वात् |

દિનચર્યા લેખકૹ બાપાલાલ ગ. વૈદ્ય પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 1934 પેપર બૅક સાઇઝૹ 5.5 × 8.5, પાનાંૹ 150, ૱ 160 ISBN 978-81-7229-317-8

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

— ચરક આ આયુર્વેદ અનાદિ તથા લક્ષણથી સ્વભાવસિદ્ધ હોવાથી નિત્ય છે.

સૃષ્ટિના પ્રારં ભમાં પ્રજાની ઉત્પત્તિ પહે લાં બ્રહ્માએ

આયુર્વેદની ઉત્પત્તિ કરે લી અહીં બતાવી છે. કારણ, 165


આરોગ્ય

બે

જાતનું

છે:

(૧)

કૃત્રિમ

અને

(૨) સ્વાભાવિક. આજના વિ�ાને કૃત્રિમ આરોગ્ય

બ�યું છે. ઘણા ચેપી રોગો સામે પ્રજાને ર�ણ

આપ્યું છે. આ એક ઉમદા વૈ�ાનિક બ‌િ�સ છે. પરંતુ રોગનો અભાવ એ જ કં ઈ આરોગ્ય નથી, એના

માટે

અંત:સ્રાવી

ભાતભાતનાં

ગ્રંથિઓના

ખાદ્યો,

સારવાળી

રસાયણો, બનાવટો,

વિટામિનો, વારંવાર કરાવવામાં આવતી શારીરિક તપાસો (હે લ્થ ચેક-અપ), હૉસ્પિટલોની, ડૉક્ટરોની

અને નર્સોની મોટી ફી ભરીને તેમની પાસે વારંવાર

દોડવાની વૃત્તિ — આ બધા ઉપર આધાર રાખતું આરોગ્ય એ કૃત્રિમ આરોગ્ય છે

સ્રષ્ટાને પ્રાણીઓની રક્ષા કરવાની છે — હતી એટલે પ્રાણીઓને ઉત્પન્ન કરે તે પહે લાં પ્રજા મરે નહીં, દીર્ઘ જીવન જીવે, સુખી રહે એવી એ સૃષ્ટિપાલક પિતાને ચિંતા હોય જ. અને એથી જ પ્રજાની ઉત્પત્તિ પહે લાં જ આયુર્વેદની ઉત્પત્તિ બતાવી છે. આ વાત શાકુંતલના तवप्रसादस्य पुरस्तु सम्पद: | આ વાક્યની યાદ આપે છે.1 પ્રસાદ (કૃ પા) પહે લાં જ સંપદાઓને તે સરજ ે છે. ફલ પહે લાં કુ સુમને સરજ ે છે, વરસાદ પહે લાં વાદળાંને સરજ ે છે તેમ. બાળકના જન્મ પહે લાં જ માતાનાં સ્તનોમાં સ્તન્યની ઉત્પત્તિ થાય છે તેમ આયુર્વેદની ઉત્પત્તિ આ સૃષ્ટિ ઉપર પ્રાણીઓનું જીવન શરૂ થયું તે પહે લાં થયેલી છે. કાશ્યપે आयुर्वेद શબ્દનો અર્થ આ પ્રમાણે કર્યો છેૹ आयुर्जीवितमित्युच्यते | ‘विद’ ज्ञाने धातु: ‘विद्लृ’

लाभे च, आयुरनेन ज्ञानेन विद्यते ज्ञायते, विन्दते लभ्यते न रिष्यतीत्यायुर्वेद: | (વિમાનસ્થાન અ. ૨).

જીવનને જ આયુ કહે વામાં આવે છે. આયુર્વેદ શબ્દ ‘विद ज्ञाने’ અથવા ‘विद्लृ लाभे च’ ધાતુથી

1. उदेति पूर्वं कुसुमं तत: फलं, घनोदयः प्राक् तदनन्तरं पय: || निमित्तनैमित्तिकयोरयं क्रम: तव प्रसादस्य पुरस्तु सम्पद: || — શાકુંતલ, ૭.૩૦ 166

બન્યો છે. અર્થાત્ જ ેના જ્ઞાનથી આયુનું જ્ઞાન પ્રાપ્ત થાય, આયુની પ્રાપ્તિ થાય — એનો નાશ ન થાય એને આયુર્વેદ કહે છે. આયુર્વેદથી આયુનું જ્ઞાન થાય છે તેમ આયુની પ્રાપ્તિ થાય છે. આથી તો ભરદ્વાજ આયુર્વેદ ભણીને આવ્યા એટલે तेनायु: अमितं लेभे भरद्वाज: सुखान्वित: | આયુર્વેદના અભ્યાસથી દીર્ઘ આયુષ પામ્યા એમ ચરકમાં કહે લું છે. જ્ઞાન સાથે સુખી અને દીર્ઘ જીવનની પ્રાપ્તિ ન હોત તો એનું પ્રયોજન જ વ્યર્થ જાત. સુશ્રુતે आयुरस्मिन् विद्यतेऽनेन वाऽऽयुर्विन्दतीत्यायुर्वेद: | આવી આયુર્વેદની વ્યાખ્યા આપી છે. શરીર, ઇન્દ્રિય, સત્ત્વ અને આત્માના સંયોગરૂપ આયુ જ ેમાં સ્થિત છે, જ ે દ્વારા આયુનું જ્ઞાન થાય તથા જ ે વડે આયુની પ્રાપ્તિ થાય એનું નામ જ આયુર્વેદ. ચરકે हिताहितं सुखं दु:खम् | આ સૂત્ર દ્વારા આયુર્વેદની બહુ સારી વ્યાખ્યા બાંધી છે. અર્થાત્ ભોગનું આયતન, પંચભૂતોના વિકારરૂપ શરીર, ભોગનાં સાધન ચક્ષુ આદિ ઇન્દ્રિયો, મન, અંત:કરણ તથા જ્ઞાન કરાવનાર આત્માનો અદૃષ્ટ દ્વારા કરાયેલો સંયોગ, આયુનું સ્વરૂપ, આયુ માટે હિતકર તથા અહિતકર તથા એના પરિણામસ્વરૂપ, ઉત્પન્ન થતાં સુખદુ:ખ તથા અવસ્થાનુરૂપ આયુનાં લક્ષણ ઇત્યાદિ સાધનો અને ફલોથી યુક્ત આયુને જ ે પ્રાપ્ત કરાવે છે અથવા એનું જ્ઞાન કરાવે છે એને આયુર્વેદ કહ્યો છે. શરીર, ઇન્દ્રિયો, સત્ત્વ અને આત્મા — આ ચારના સંયોગનું નામ आयु છે. આયુના પર્યાયો ચેતનાનુવૃત્તિ, જીવિત, ધારિ વગેરે છે. ગર્ભથી મૃત્યુપર્યંત તેમાં ચેતના કાયમ રહે છે તેથી ચેતનાનુવૃત્તિ, શરીરમાં પ્રત્યેક ક્ષણે ભાંગતોડ ચાલુ જ હોવા છતાંય અને કેટલીયે અશુદ્ધિઓ ઉત્પન્ન થયા છતાંય જ ે શરીર ગંધાતું નથી, જ ેમાં સડો સંભવતો નથી, જ ે શરીરને બરાબર ધારણ કરે છે તેથી ધારિ. [ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


માનવશરીર ઘડીને ભગવાને પોતાના હાથ ધોઈ નાખ્યા છે એવું કહીએ તો ચાલે. ઉત્ક્રાંતિનું ચરમ સોપાન માનવ છે. આયુર્વેદ એ જીવનશાસ્ત્ર છે. આયુર્વેદ ઔષધોનું શાસ્ત્ર નથી. હાલનું વૈદ્યક (મેડિકલ સાયન્સ) એ દવાદારૂ-રોગોનું શાસ્ત્ર છે, જીવનનું શાસ્ત્ર નથી. આયુ (life)ના અટપટા પ્રશ્નો સમજવાનું શાસ્ત્ર એ આયુર્વેદ. એનું અંગ્રેજી ‘લાઇફ’ — આયુ માટે યોગ્ય શબ્દ નથી. માનવશરીર સર્જનહારનું ઉત્તમ સર્જન છે. તેને ઘડીને ભગવાને પોતાના હાથ ધોઈ નાખ્યા છે. આરોગ્ય બે જાતનું છેૹ (૧) કૃ ત્રિમ અને (૨) સ્વાભાવિક. આજના વિજ્ઞાને કૃ ત્રિમ આરોગ્ય બક્ષ્યું છે. ઘણા ચેપી રોગો સામે પ્રજાને રક્ષણ આપ્યું છે. આ એક ઉમદા વૈજ્ઞાનિક બક્ષિસ છે. પરં તુ રોગનો અભાવ એ જ કંઈ આરોગ્ય નથી, એના માટે ભાતભાતનાં ખાદ્યો, રસાયણો, અંત:સ્રાવી ગ્રંથિઓના સારવાળી બનાવટો, વિટામિનો, વારં વાર કરાવવામાં આવતી શારીરિક તપાસો (હે લ્થ ચેકઅપ), હૉસ્પિટલોની, ડૉક્ટરોની અને નર્સોની મોટી ફી ભરીને તેમની પાસે વારં વાર દોડવાની વૃત્તિ — આ બધા ઉપર આધાર રાખતું આરોગ્ય એ કૃ ત્રિમ આરોગ્ય છે. આપણને સ્વાભાવિક — કુદરતી આરોગ્ય જોઈએ છે, જ ે ચેપી રોગો સામે સંરક્ષણ કરવાની શક્તિ આપે તેમ જ શરીરનો હ્રાસ કરનાર વ્યાધિઓ — degenerative diseases — શરીર અને મનનો કચ્ચરઘાણ કાઢનાર અનેક પ્રકારના રોગોમાંથી મુક્ત રાખે અને સકલ ચેતાતંત્ર —  nervous system — નું ધાતુસામ્ય (equilibrium) સાચવી રાખે. એણે ઊઠતાં-બેસતાં જરા પણ શરીરનો કે પોતાના સ્વાસ્થ્યનો વિચાર સરખો કરવો ન પડે એ જાતનું તેના શરીરનું સર્જન હોવું જોઈએ. સાચું સ્વાસ્થ્ય શરીર અને મન બંનેના સામ્ય ઉપર नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

‘શરીરને સ્વસ્થ કેવી રીતે રખાય?’ તો ટૂં કમાં ઉત્તર એવો અપાય કે (૧) જઠરાગ્નિ અને (૨) વાયુ આ બેને બરાબર સાચવી જાણે તે સ્વસ્થ રહી શકે છે. . . .જઠરાગ્નિ તો આયુર્વેદનો આત્મા

છે એમ કહીએ તો ચાલે. આ જઠરાગ્નિ એટલે ભગવાન

વૈશ્વાનર

સ્વરૂપ

પરમાત્મ-ત�વ.

પ્રાણીમાત્રમાં વૈશ્વાનર અગ્નિરૂપે ભગવાન રહ્યા છે એમ ગીતા કહે છે

અવલંબે છે. શરીરમાં જ ે વૈષ્ણવી શક્તિ — natural immunity છે તે દ્વારા તે કોઈ પણ રોગ સામે શરીર ટક્કર ઝીલવાની શક્તિ પ્રાપ્ત કરે છે; ગમે તેવાં કષ્ટો, સાહસો, ઋતુપરિવર્તનો, ટાઢતાપ, સુખદુ:ખનાં દ્વન્દ્વો વગેરે સહન કરી શકે છે. આયુર્વેદ જ ેને શરીર, ઇન્દ્રિયો, મન અને આત્મા ચારે યનું પ્રસન્ન સ્વાસ્થ્ય કહે છે તેવું સ્વાસ્થ્ય ત્યારે જ આવી શકે, જ્યારે વિજ્ઞાને શોધેલી રસીઓ, વિવિધ ઇંજ ેક્ષનો અને દવાઓથી સો જોજન દૂર રહીને માણસ પોતાનું ધાતુસામ્ય — દોષોનું સમતોલપણું — equilibrium જાળવી રાખે. આહાર, વિહાર, વિચાર, સદાચાર, સત્ય, કામક્રોધલોભાદિ રજોગુણી દોષોથી મનને મલિન થતું બચાવવું — આ બધા વિના નૈસર્ગિક આરોગ્ય શક્ય જ નથી. આજ ે સાચું આરોગ્ય છે જ નહીં, કૃ ત્રિમ આરોગ્યમાં બધા રાચે છે. નવા માણસનો વિચાર કરતાં આ બધું વિચારવાનું રહે શે. આજ ે તો Dynamic Health એ કેવળ શબ્દાડંબર છે.

167


શરીરસ્વાસ્થ્ય માટે બે શ�ક્તઓ

સ્વાસ્થ્ય સંબંધી આપણે ઘણું જાણવાનું છે અને તે જાણી લીધું છે. પરં તુ કોઈ પ્રશ્ન પૂછ ે કે ‘શરીરને સ્વસ્થ કેવી રીતે રખાય?’ તો ટૂ કં માં ઉત્તર એવો અપાય કે (૧) જઠરાગ્નિ અને (૨) વાયુ આ બેને બરાબર સાચવી જાણે તે સ્વસ્થ રહી શકે છે. જઠરાગ્નિ તો આયુર્વેદનો આત્મા છે એમ કહીએ તો ચાલે. આ જઠરાગ્નિ એટલે ભગવાન વૈશ્વાનર સ્વરૂપ પરમાત્મ-તત્ત્વ. પ્રાણીમાત્રમાં વૈશ્વાનર અગ્નિરૂપે ભગવાન રહ્યા છે એમ ગીતા કહે છે. આ અગ્નિને સાચવી જાણે તે જ આરોગ્યને સાચવી જાણે. શરીરની માંસાદિ ધાતુઓને બનાવનાર કોષો (cells)ની અંદર જ ે સેંકડો પાચક રસ પાચનનું કાર્ય કરી રહ્યા છે એનો પ્રવર્તક જઠરાગ્નિ છે. આ જ અગ્નિ શરીરના અન્ય અગ્નિઓ ઉપર અનુગ્રહ કરી રહ્યો છે એમ આયુર્વેદ માને છે. શરીર સ્વસ્થ ત્યાં સુધી જ રહે છે જ્યાં લગી આ પાચક રસ (enzymes) સારી રીતે કાર્ય કરી રહ્યા હોય છે. અને આ પાચક રસો ત્યાં સુધી જ કાર્યકર રહે છે જ્યાં સુધી દેહાગ્નિ — જઠરાગ્નિ ઠીક રહે છે. અગ્નિનું મહત્ત્વ આયુર્વેદે ખૂબ જ માન્યું છેૹ बलमारोग्यमायुश्च प्राणाश्चाग्नौ प्रतिष्ठिता: | (ચ. સૂ. ૨૭/૩૪૨) બલ, આરોગ્ય, આયુ અને પ્રાણો (દસ પ્રાણાયતનો) આ બધું અગ્નિ ઉપર પ્રતિષ્ઠિત છે — રાજાઆશ્રિત પ્રજાની પેઠ.ે આ અગ્નિને યજ્ઞના અગ્નિ જ ેવી પ્રતિષ્ઠા આયુર્વેદે આપી છે. અન્નને સમિધ ગણ્યું છે. આ અંતરગ્નિમાં, યજ્ઞની આહુતિ પેઠ,ે કોઈ અશુદ્ધિ ન પધરાવાય. જ ે કોઈ આ અગ્નિની પવિત્રતા સમજી હિત અન્નપાનરૂપી ઇંધનો અંતરગ્નિમાં સવાર-સાંજ બે વખત હોમે છે તે નિ:શ્રેયસ (કલ્યાણ)યુક્ત માણસને કદી રોગો થતા 168

નથી. જઠરાગ્નિ સાચવી જાણે તે જ આરોગ્ય સાચવી જાણે. शान्तेऽग्नौ भ्रियते युक्ते चिरं जीवति अनामय: | અગ્નિ શાંત થઈ જાય તો મૃત્યુ થાય છે અને જ ે અગ્નિ બરાબર સંધુક્ષિત રાખે છે તે નીરોગી રહી દીર્ઘાયુષી બને છે. માનવદેહમાં વૈશ્વાનર થઈને રહે લા ભગવાન! કેવી સરસ કલ્પના છે! ભગવાન જ ે દેહરૂપી મંદિરમાં બિરાજ ે છે તે મંદિરની પવિત્રતા સાચવવી — રક્ષા કરવી એ જ આરોગ્ય છે. આ દેહાગ્નિની રક્ષા માટે આયુર્વેદે અન્નપાન, દિનચર્યા, ઋતુચર્યા, સદ્‌વૃત્ત, વ્યાયામ, ઔષધ વગેરે યોજ્યાં છે. માનસિક અને શારીરિક વેગોને રોકવા, ઇન્દ્રિયોને વશમાં રાખવી, લોભ, ક્રોધ, ઈર્ષ્યા, અસૂયા, કામ વગેરેના વેગોને રોકવા લાલબત્તી ધરી છે. એક વિકટ પંથને — એક જીવનયાત્રાને — માટે આપણને સુંદર પાથેય બંધાવ્યું છે. આ પથ અને પાથેયને જાણવો તે પથ્ય. શરીરનો બીજો ભાગ્યવિધાતા વાયુ છે. શરીરરૂપી યંત્રને ચલાવવાવાળો વાયુ છે. वायु तंत्रयंत्रघर: | (ચરક). વાયુ જ જીવન છે — જીવનાધાર છે — પ્રાણ છે. वायु: आयु: बलं आयु: | (ચરક). વાયુ જ આયુ છે. વાયુ જ શરીરની શક્તિ છે. શરીરની પ્રાણશક્તિ, જીવનીય શક્તિ, માનસિક શક્તિ — વાયુ છે. મન એ વાયુ છે અને વાયુ એ મન છે. સકલ માનસિક ક્રિયાઓ કરનાર વાયુ છે. શરીરને બધી જાતના આઘાતો અને આવેગોથી બચાવનાર, જીવાણુઓથી શરીરને સુરક્ષિત રાખનાર પણ વાયુ જ છે. જ ે વૈષ્ણવી શક્તિ આયુની રક્ષા કરી રહી છે તે વાયુ જ છે. प्राणेश्वर: प्राणभृतां | પ્રાણીમાત્રના પ્રાણનો ઈશ્વર (અ. ચિ. ૨૮) અને દેહ ધારણ કરી રાખનાર વાયુ છે. એની યથાર્થ સ્તુતિ પણ આરોગ્ય જાળવવા બસ છે. [ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


જઠરાગ્નિ — અંતરગ્નિ અને વાયુ — આ બે જ શરીરની મહાન નિયામક શક્તિઓ છે. સ્વાસ્થ્યનો આધાર આ બે જ ઉપર છે. સાગરને ગાગરમાં ભરવા જ ેવો આ મહાપ્રયત્ન છે. વાયુની રક્ષા માટે સ્નિગ્ધ, બલ્ય એવો આહાર, વ્યાયામ, તૈલાભ્યંગ, તૈલગંડૂષ, કર્ણતર્પણ, માનસિક

વેગોને રોકવા, માનસિક શાંતિ રાખવી, નિરૂહ અને અનુવાસન બસ્તિઓ દ્વારા શરીરને શુદ્ધ રાખવું વગેરે ઉપાયો છે. વાસી, સ્વાદહીન, રુક્ષ, કટુતિક્તકષાય રસવાળાં ખાદ્યો, અતિવ્યાયામ, આયાસ, અનિદ્રા — આ બધું ત્યજવું જોઈએ. આથી વાતપ્રકોપ નહીં થાય. 

નવજીવનનાં કે ટલાંક આરોગ્ય સંબંધિત પુસ્તકો આરોગ્યની ચાવી ગાંધીજી _15.00

મધુપ્રમેહ અને તેના ઉપચાર ચંદુલાલ કા. દવે _80.00

હૃદયરોગનો પાયાનો ઉપચાર ડૉ. રમેશ કાપડિયા _50.00

યોગાસન સેલ્ફ ટીચર શિવાભાઈ પટેલ _100.00

હૃદયરોગ સર્વાંગી અભિગમ ડૉ. રમેશ કાપડિયા

લસણ બાદશાહ ઈશ્વરલાલ શાસ્રી _50.00

_150.00 આંખ સાચવવાની કળા ડૉ. ગોવિંદભાઈ પટેલ _80.00 કુ દરતી ઉપચાર ડૉ. શરણપ્રસાદ _100.00 કામવિજય સી. જ ે. વાન લીટ _40.00 ઘરગથ્થુ વૈદક બાપાલાલ વૈદ્ય _300.00 ડૉક્ટર આવતાં પહે લાં ડૉ. શિવપ્રસાદ ત્રિવેદી _80.00

રે  ડૉ. શિવપ્રસાદ ત્રિવેદી _40.00 સ્ટ્સ કૌટુિં બક હાેિમયાેપેથીક માર્ગદર્શિકા  જ ે. કે. મજમુદાર _90.00 દર્દિનવારક નસ માિલસ િશક્ષક  િશવાભાઈ પટેલ _15.00

પ્રાકૃ તિક જીવનશૈલી અને રોગનિવારણ જિતેન્દ્ર આર્ય _75.00

માનવમૂત્ર રાવજીભાઈ પટેલ _150.00 રસ પીઅાે કાયાકલ્પ કરાે કાંિત ભટ્ટ — મનહર ડી. શાહ _100.00

ગાંધીજીના આરોગ્યના પ્રયોગોનો અર્ક સમાવતું પુસ્તકૹ આરોગ્યની ચાવી વૈદ્ય-દાક્તરોના ઉંબરા ઘસ્યા વિના અને દવા પાછળ પૈસા બરબાદ કર્યા વિના

કેવળ પંચ મહાભૂતોની મદદથી, દેશની દરેક વ્યક્તિ પણ ધારે તાે કેવી રીતે અારાેગ્ય જાળવી શકે તે વિશે અામાં ગાંધીજીઅે માર્ગદર્શન કરાવ્યું છે.

કિં. રૂ. 15

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

169


કોમી ત્રિકોણ – ૭

નિમિત્ત

પ્યારે લાલ ગયા અંકમાં આપણે જાણ્યું કે ‘અતિશય નિરાશાજનક’ બની રહે લી ગાંધીજી-ઝીણાની વાટાઘાટો કોઈ પણ મુદ્દે એકમતે આગળ વધી રહી નહોતી. ગાંધીજીને મન હિં દુસ્તાનના ભાગલા એ ‘બે ભાઈઓ વચ્ચેની વહેં ચણી’ હતી. તેમના મતે, ‘એક જ કુ ટુબ ં નાં ફરજંદો, ધર્મપલટાને કારણે એકબીજાથી અસંતુષ્ટ બનીને, જુ દાં થવાને ઇચ્છે તો તેમ કરી શકે છે, પરં તુ એ અંદર અંદરનું જુ દા થવાનું હોય, આખી દુનિયાની નજરનું જુ દા પડવાનું ન હોય.’ પરં તુ ઝીણાને મન આ બાબત ‘બે પ્રધાન રાષ્ટ્રો વચ્ચે સમજૂ તી દ્વારા ભાગલા પાડીને બે અલગ સાર્વભૌમ રાજ્યો નિર્માણ કરવાની’ ૧૮૯૯ • ૧૯૮૨ રહી. દરમિયાનમાં ૧૫મી સપ્ટેમ્બરે (૧૯૪૪) ગાંધીજી ઝીણાને એક પત્ર લખી મોકલે છે. જ ેમાં કહે છે, ‘ઇસ્લામના આગમન પહે લાં હિં દ એક રાષ્ટ્ર હતું તો, તેના ફરજંદોનો એક સમૂહ, પોતાનો ધર્મ બદલે તેમ છતાં, તે એક રાષ્ટ્ર જ રહે વું જોઈએ. રાષ્ટ્રત્વ માટે તમે એક નવી કસોટી દાખલ કરી લાગે છે. હં ુ જો એનો સ્વીકાર કરું તો પછી મારે બીજા અનેક દાવાઓ સ્વીકારવાના આવે અને પરિણામે ન ઉકેલી શકાય એવો કોયડો પેદા થાય.’ હવે આગળ. …

રાજાજીની યોજના પ્રમાણે કામચલાઉ વચગાળાની તો શું થાય? એનો એવો જવાબ આપવામાં આવ્યો

સરકારમાં સાથે મળીને કામ કરવાના, અથવા તેમની (ગાંધીજીની) દરખાસ્ત પ્રમાણે સ્વતંત્રતા મેળવવા માટે સાથે મળીને કાર્ય કરવાના તેમના અનુભવ પછી પણ, મુસલમાનો જો ઇચ્છે, તો મુસલમાનોની બહુમતીવાળા વિસ્તારોને છૂટા થવા દેવાને ગાંધીજી તૈયાર હતા. શરત એટલી કે, સાથે સાથે તેમણે, બંને ભાગો એક જ સમગ્ર ઘટકનાં અંગો છે, એ રીતે ગણીને, સંરક્ષણના તેમ જ ઉભયને સ્પર્શતી બીજી “સહિયારી બાબતો”ના સંતોષકારક વહીવટ માટે કરાર કરવા જોઈએ, પરં તુ ઝીણાને તો ભાગલા પહે લા જોઈતા હતા અને “સહિયારા હિત”ને સુરક્ષિત કરવા માટેના કરાર, બંને ભાગો સંમત થાય, અથવા તેઓ સંમત થઈ શકે એવી શરતોએ પાછળથી કરવામાં આવે. કૉંગ્રેસના પ્રમુખ મૌલાના આઝાદના શબ્દોમાં કહીએ તો, એ તો “લગ્ન પહે લાં છૂટાછેડા” કરવા જ ેવું હતું! એક યા બીજો ભાગ કરારનો ભંગ કરે તો, “સહિયારી” બાબત જ ેવું કશું બાકી રહે જ નહીં, 170

કે, “દુનિયાભરમાં અત્યાર સુધી બનતું આવ્યું છે તેવું અહીં પણ બને, એટલે કે, યુદ્ધ થાય.” બીજા શબ્દોમાં કહીએ તો, ઝીણાને પાકિસ્તાનના વિસ્તારો માટે, હિં દ પ્રત્યે દુશ્મનાવટ ધરાવતાં રાષ્ટ્રોના સંઘમાં જોડાવાની અથવા હિં દ સામે યુદ્ધે ચડવાની પણ, સ્વતંત્રતા માન્ય રાખવામાં આવે, તે જોઈતું હતું. ગાંધીજીએ જણાવ્યું કે, આવી જાતની સ્વતંત્રતા समजूती દ્વારા ન મળી શકે. ઝીણા સાથેની પોતાની વાટાઘાટો વિશે સમજૂ તી આપતાં, ગાંધીજીએ એ પછીથી, સર તેજ બહાદુર સપ્રુને લખ્યું કે, એક કુ ટુબ ં નાં માણસો, ઝઘડાની બાબતોમાં, કુ ટુબ ં નો સંબંધ તોડવાને ઇચ્છે તે ધોરણે ભાગલાના મુદ્દાને વિશે હં ુ સંમત થયો હતો, “પણ જાણે દુશ્મનાવટ સિવાય બીજુ ં કશું જ बंने वच्चे सर्वसामान्य न होय तेम, ઉભય એકબીજાના શત્રુઓ બને તે રીતે, બધી જ બાબતોમાં ભાગલા પાડવાને નહીં.” (નાગરી મેં કર્યું છે.) ૨૨મી સપ્ટેમ્બરે તેમણે ઝીણાને લખ્યું, “આપણે [ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ઘાંચીની ઘાણીના બળદની જ ેમ કૂ ંડાળામાં જ ફરતા હોઈએ એમ દીસે છે.” એ પછીનો દિવસ, એટલે કે, ૨૩મી સપ્ટેમ્બરનો દિવસ, વાટાઘાટોમાં કટોકટીનો દિવસ હતો. ગાંધીજી વાટાઘાટો માટે ઝીણાને મકાને જવાને નીકળ્યા ત્યારે , ગાંધીજીના પ્રયાસોને આશીર્વાદ આપવાને લેડી એમિલી કિન્નાર્ડ થોડે સુધી તેમની સાથે ગયાં. ગાંધીજીનાં “માતા”, એ લેડી એમિલી કિન્નાર્ડ, ખ્રિસ્તી ધર્મનાં અતિ-ઉત્સાહી પુરસ્કર્તા હતાં. પોતાનો “પુત્ર” ઈશુ ખ્રિસ્તને “ઈશ્વરના એકમાત્ર પુત્ર” તરીકે સ્વીકારે તે માટે તેઓ ઘણાં જ ઇંતેજાર હતાં. (લેડી એમિલીએ કહ્યુંૹ “ઈશુ ખ્રિસ્ત ઈશ્વરનો પુત્ર હતો.” ગાંધીજીૹ “અને એ જ રીતે આપણે પણ છીએ.” લેડી એમિલીૹ “ના, ઈશ્વરનો તે એકમાત્ર પુત્ર હતો અને આપણે તેને આપણા હૃદયમાં સ્થાપીએ તે સિવાય, આપણો ઉદ્ધાર થઈ શકે નહીં.” એ દિવસે ગાંધીજીએ ઝીણાને લખેલા પત્રમાં જણાવ્યુંૹ “ગઈકાલની સાંજની વાતોથી મારા મન પર સારી અસર થઈ નથી.” ૨૬મી સપ્ટેમ્બરે તેમણે ફરીથી લખ્યુંૹ “તમે વારં વાર કહો છો કે, જ ેને તમે લાહોરના ઠરાવનો પાયો અને મૂળભૂત સિદ્ધાંતો કહો છો, તે વસ્તુનો મારે સ્વીકાર કરવો જોઈએ, જ્યારે હં ુ એમ કહ્યા કરું છુ ં કે, એ સવાલને વિશેની આપણી દૃષ્ટિ જુ દી જુ દી હોવાથી, મજકૂ ર ઠરાવમાં કરવામાં આવેલી માગણીની સ્પષ્ટ રૂપરે ખા દોરવામાં આવે અને આપણને બંનેને સંતોષકારક થાય એ રીતે એમાં સુધારાવધારા કરવામાં આવે, એ સારામાં સારો રસ્તો છે.” પરં તુ ઝીણાએ તો ગાંધીજીની દરખાસ્ત વિશે ચર્ચા કરવાની સુધ્ધાં ના પાડી. “આપ વારં વાર કહ્યા કરો છો કે, સર્વસામાન્ય કાર્યક્રમની બાબતમાં આપણે બંને સંમત થઈએ, તો આપ કૉંગ્રેસ તથા नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

દેશ પાસે તેનો સ્વીકાર કરાવવાને, આપનો જ ે કંઈ પ્રભાવ છે તેનો ઉપયોગ કરશો. મેં આરં ભથી જ કહી રાખ્યું છે કે, એટલું પૂરતું નથી.” પોતે પ્રકાશ અને જ્ઞાન ખોળવાને આવે છે, એમ મહાત્માએ કહ્યું હતું, એટલા માટે, અને “હં ુ જો આપના વિચારો ફે રવી શકું તો, હિં દુસ્તાનના હિં દુઓ પર આપનો જબરદસ્ત પ્રભાવ હોવાથી, એ વસ્તુ મને સારી રીતે મદદરૂપ થઈ પડે” તે માટે, મહાત્માને “મુલાકાત આપવાને” ઝીણા સંમત થયા હતા, પરં તુ પ્રતિનિધિ તરીકેની સંપૂર્ણ સત્તા જ ેમની પાસે ન હોય, એવા પુરુષ સાથે સમજૂ તી માટેની સામી દરખાસ્તો ચર્ચવાને તે તૈયાર નહોતા. … “આપણી ચર્ચા લાહોરના ઠરાવ પૂરતી જ સીમિત હતી ત્યાં સુધી… આપના પ્રતિનિધિત્વનો સવાલ ઊઠતો નહોતો. … પણ હવે આપે. … આપના પોતાના ધોરણ અનુસાર આપની નવી દરખાસ્ત રજૂ કરી છે… એટલે, આપ તે પ્રતિનિધિ તરીકે રજૂ કરો એ સિવાય, એને વિશે આગળ ચર્ચા ચલાવવાનું મુશ્કેલ છે.” ગાંધીજીએ જવાબ આપ્યો, “મારી પાસે પ્રતિનિધિ તરીકેની સત્તા નથી, એમ તમે વારં વાર કહ્યા કરો છો, તે ખરે ખર અપ્રસ્તુત છે. તમે વાટાઘાટો બંધ કરો તો તે, મારી પાસે પ્રતિનિધિ તરીકેનો અધિકાર નથી તેથી, અથવા લાહોરના ઠરાવમાં રજૂ કરવામાં આવેલા દાવાના સંબંધમાં તમને સંતોષ આપવાને હં ુ આનાકાની કરતો રહ્યો છુ ં તેથી, તમે એમ કરો છો, એમ ન કહી શકાય.” વાત જ્યારે આ રીતે ભાંગી પડવાની અણી પર આવી ત્યારે , મુસ્લિમ લીગની કાઉન્સિલ પોતાની દરખાસ્તોનું વાજબીપણું જોઈ શકે તે માટે, ગાંધીજીએ પોતાને લીગની કાઉન્સિલને મળવા દેવામાં આવે એવું સૂચન કર્યું. “હં ુ આજીજીપૂર્વક કહં ુ છુ ં કે, એ દરખાસ્ત ફેં કી દેવાની જવાબદારી 171


કૃ પા કરીને ન લો. કાઉન્સિલ આગળ મારી વાત રજૂ કરવાની મને તક આપો. કાઉન્સિલને તે ફેં કી દેવા જ ેવી જણાય તો, લીગના ખુલ્લા અધિવેશન આગળ તે મૂકવાને કાઉન્સિલને તમે સલાહ આપો એમ હં ુ ઇચ્છું. તમે મારી સલાહ સ્વીકારો અને મને પરવાનગી આપો, તો હં ુ ખુલ્લા અધિવેશનમાં હાજર થઈશ અને તેની આગળ મારી વાત રજૂ કરીશ.” એના વિકલ્પ તરીકે, એ મુદ્દો લવાદી માટે મૂકવાની ગાંધીજીએ સૂચના કરી. તેમણે પૂછ્યું, “પોતપોતાની વાત એકબીજાને ગળે ઉતારવા માટેના આપણા પ્રયાસોના પૂરક તરીકે, બહારની મદદ, દોરવણી, સલાહ અથવા લવાદીનો પણ આશરો લેવામાં, કશું અપ્રસ્તુત યા અઘટિત છે શું?” સમજૂ તી પર આવવાની આપણે જો મનમાં ગાંઠ વાળી હોય તો, આપણે એ બધી વસ્તુઓનો લાભ ઉઠાવવો રહ્યો. પણ ઝીણાને તો એમાંનું એકે સૂચન ખપતું નહોતું. “આપની એ સૂચના તો અતિશય અજાયબીભરી અને અભૂતપૂર્વ છે. લીગની કાઉન્સિલની બેઠકમાં કે તેના ખુલ્લા અધિવેશનમાં તેના સભ્યો અથવા પ્રતિનિધિઓને જ તેની ચર્ચાવિચારણાઓમાં ભાગ લેવાનો અધિકાર હોઈ શકે.” અન્ય મિત્ર દેશના આગેવાનો તથા રાજપુરુષોને, પોતાના સભ્યો સમક્ષ વ્યાખ્યાન આપવાને આમંત્રણ આપવાનું, સાર્વભૌમ પાર્લમેન્ટ માટે પણ “અજાયબીભર્યું” કે “અભૂતપૂર્વ” લેખવામાં આવતું નથી. ઝીણાનો ઉદ્દેશ હિં દુ તથા મુસલમાનો વચ્ચે સમજૂ તી કરવાના માર્ગો ખોળવાનો હતો, તો ગાંધીજી અને મુસ્લિમ લીગની કાઉન્સિલ વચ્ચે કોઈક પ્રકારનો સંપર્ક સ્થાપવા દેવાની બાબતમાં તે આટલા બધા નારાજ શાને હતા? જ ે સમજવાનો 172

તેઓ ઇન્કાર કરતા હતા, તે કદાચ લીગ કાઉન્સિલના સભ્યો સમજી જાય, એટલા માટે તેઓ એમ કરવા દેવા માગતા નહોતા શું? કે પછી, પોતાની મંડળીના સભ્યોને મહાત્માની “બૂરી” અસરમાંથી જ ેટલા મુક્ત રાખવામાં આવે તેટલું તેમને પોતાની મરજી મુજબ હાંકવાનું સરળ થઈ પડે, એમ તેઓ વિચારતા હતા? વિચિત્ર વાત તો એ છે કે, એ વાટાઘાટો દરમિયાન એક વાર ઝીણાના અંગત સ્ટાફના સભ્યોને ગાંધીજીની મંડળીના સભ્યો સાથે ચા લેવાને અને મૈત્રીભરી વાતચીત માટે મેં આમંત્રણ આપ્યું ત્યારે તેમના મંત્રી તરફથી મને આ પ્રમાણે જવાબ મળ્યોૹ “મને… જણાવતાં દિલગીરી થાય છે કે, અત્યારની વાટાઘાટો પૂરી થતાં સુધી, અમે આપનું પ્રેમભર્યું આમંત્રણ સ્વીકારી શકીએ એમ નથી.” ૨૪મી સપ્ટેમ્બરે (૧૯૪૪) મેં મારી ડાયરીમાં કરે લી નોંધમાંથી લીધેલો નીચેનો ઉતારો એ વાટાઘાટો છેવટે પડી ભાંગી તેની હકીકત આપે છેૹ “સાંજ ે ૭ ને ૧૦ મિનિટે પાછા ફર્યા બાદ, બાપુએ રાજાજી સાથે વાત કરી અને પ્રાર્થના બાદ ફરીથી તેમની સાથે વાત કરી. ઝીણાએ બાપુની દરખાસ્ત વિશે ચર્ચા કરવાની સુધ્ધાં ના પાડી, કેમ કે, તેઓ (બાપુ) કશો અધિકાર ધરાવતા નહોતા; તેઓ કોઈના પણ પ્રતિનિધિ નહોતા. ‘આપ જો સંરક્ષણ અને બીજી અનેક બાબતો સહિયારી રાખવા માગતા હો તો, એનો એવો અર્થ થયો કે, આપ કેન્દ્રસ્થ સત્તાની કલ્પના કરો છો?’ ‘ના, પણ મારે કહે વું જોઈએ કે, વ્યવહારમાં, એ બધી બાબતોની ે ી કોઈક સંસ્થા વ્યવસ્થા માટે, ઉભય પક્ષે ચૂંટલ (બૉડી) હોવી જોઈશે.’ “પછી તે ઑગસ્ટ (૧૯૪૨)ના ઠરાવ ઉપર આવ્યા. તેમણે કહ્યું, એ મુસલમાનોને નુકસાનકર્તા [ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


છે. ‘પણ એ સર્વથા પાયા વિનાનો આક્ષેપ છે, એ તમે નથી જોતા? તમે કાયદાનું સૂક્ષ્મ જ્ઞાન ધરાવો છો એવું સાંભળ્યું છે. તમે એ કેમ નથી જોઈ શકતા કે, એ ઠરાવ કેવળ હિં દને તથા બ્રિટિશ રાજ્યઅમલને લાગેવળગે છે? એને મુસલમાનો સાથે કશી જ લેવાદેવા નથી. કોઈ ધુરંધર વકીલ આગળ અજ્ઞાતપણે એ બાબત રજૂ કરીને, તેમાં મુસ્લિમ લીગને કે મુસલમાનોને નુકસાનકારક ગણી શકાય એવું કંઈ છે કે કેમ, એ વિશે તેનો અભિપ્રાય તમે મેળવી શકો.’ “તેમણે કહ્યું, મારે એમ કરવાની કશી જરૂર નથી. ‘હં ુ પોતે જ જાણતો હોઉં, પછી મારે બીજા કોઈનો અભિપ્રાય શાને લેવો જોઈએ?’ પછી મેં તેમને જણાવ્યું કે, ‘૨જી ઑક્ટોબરે હં ુ સેવાગ્રામમાં હોઈશ, એવું મેં નક્કી કરે લું છે. હં ુ ૩૦મી તારીખે અહીંથી નીકળવા ધારું છુ ં અને ચારપાંચ દિવસમાં પાછો આવીશ.’ તેમણે કહ્યું, ‘આપણે એટલું બધું લાંબું શાને કરવું જોઈએ? અત્યારે જ આપણે એ પતાવી દઈએ એ ઠીક છે. મંગળવારે હં ુ બધું (તેમની વચ્ચેનો પત્રવ્યવહાર) તૈયાર કરાવી દઈશ. આપ બધી નકલો જોઈ લેજો, હં ુ પણ તેમ કરીશ.’ તેમણે પ્રસ્તાવના પણ તૈયાર રાખી હતી અને તે તેમણે વાંચી સંભળાવી. ‘મેં કહ્યું, મારે એની સામે કશું જ કહે વાનું નથી, પણ મને એની નકલ આપો તો, હં ુ તે તપાસી જઈ શકું. તેમણે કહ્યું, મંગળવારે આપ એમ કરી શકશો. મેં કહ્યું, ઠીક છે. ત્રીજો પક્ષ તેમને ખપતો નહોતો, તેમ જ પોતાની યોજના રજૂ કરવા પણ તે તૈયાર નહોતા. ઑગસ્ટના ઠરાવને તેમણે વખોડી કાઢ્યો. તેમણે લગભગ ફોડ પાડીને કહ્યું કે, ઑગસ્ટનો ઠરાવ પાછો ખેંચી લેવો જોઈએ.’ ” ૨૭મી સપ્ટેમ્બરે , સાંજની મોટી પ્રાર્થનાસભામાં, વાટાઘાટો નિષ્ફળ નીવડ્યાનો હે વાલ આપતાં ગાંધીજીએ કહ્યું, મેં આશા રાખી હતી તેવું પરિણામ नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

નથી આવ્યું એ ખરું , પરં તુ હં ુ નિરાશ કે નાસીપાસ થયો નથી. એ નિષ્ફળતામાંથી પણ કંઈક સારું પરિણામ આવશે એવો મને વિશ્વાસ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, લાગતાવળગતા સૌના ભલાને માટે, ઝીણાના દૃષ્ટિબિંદુને અનુકૂળ થવાને મારાથી બનતો બધો પ્રયત્ન મેં કર્યો છે. કાયદે-આઝમને દ્વારે જઈને મેં તેમનું દ્વાર ખખડાવ્યું, પણ મને નિષ્ફળતા મળી છે, પરં તુ સત્ય અને અહિં સાના ઉપાસકના પ્રયાસો કોઈ વાર ધાર્યું પરિણામ લાવવામાં નિષ્ફળ નીવડે, તેથી તેણે નાસીપાસ થવાનું ન હોય. આપણે ઈશ્વરની યોજના વિશે શંકાકુ શંકા ન કરીએ. આપણે માટે શું હિતાવહ છે તે એક ઈશ્વર જ જાણતો હોય છે. બીજ ે દિવસે છાપાજોગા નિવેદનમાં ગાંધીજીએ કહ્યું કે, “સઘળા પક્ષોએ, અને ખાસ કરીને, મુસ્લિમ લીગના સભ્યોએ, કાયદે-આઝમને તેમનો અભિપ્રાય બદલવાને કહે વું જોઈએ. રાજાજીએ તથા મેં લાહોરના ઠરાવને વ્યર્થ બનાવી દીધો હોય તો, અમને એ વસ્તુ સમજાવવી જોઈએ.” न्यूस क्रॉनिकल પત્રના ખબરપત્રી મિ. ગેલ્ડરને આપેલી મુલાકાતમાં ગાંધીજીએ કહ્યુંૹ ‘હં ુ માનું છુ ં કે, મિ. ઝીણા પ્રામાણિક છે, પરં તુ હિં દના અકુ દરતી ભાગલા પાડવાથી લાગતાવળગતા લોકોને સુખ અથવા સમૃદ્ધિ લાધશે, એવી કલ્પના તે કરે છે ત્યારે , તે કંઈક મોહજાળમાં ફસાયા હોય એમ મને લાગે છે.’ ગાંધીજીએ પત્રકારોના બીજા એક જૂ થને કહ્યું કે, અમારી વાટાઘાટો અનિશ્ચિત મુદત સુધી માત્ર મોકૂ ફ જ રહી છે. “મિ. ઝીણા સજ્જન છે એવી મને પાકી ખાતરી છે. મને આશા છે કે, અમે પાછા મળીશું. … દરમિયાન પ્રજાએ પરિસ્થિતિનો બરાબર ક્યાસ કાઢીને પોતાના અભિપ્રાયનું દબાણ અમારા પર લાવવું જોઈએ.” 173


કેટલાક ટીકાકારોએ સવાલ ઉઠાવ્યો, “ગાંધીજી રાજાજીની યોજનાને પોતાની સંમતિ કેવી રીતે આપી શકે અને પાકિસ્તાનનો સિદ્ધાંત કબૂલ રાખવાની તો તેઓ હામ પણ કેવી રીતે ભીડી શકે? ભાગલાની દરખાસ્ત એ અસત્ય (અનટ્રુ થ) છે અને હિં દનું દેહછેદન પાપ છે, એમ તેમણે નથી કહ્યું?” ગાંધીજીએ એનો ખુલાસો કર્યો કે, પોતે જ ેમાં સંમત થયા હતા તે, કૉંગ્રેસની કારોબારી સમિતિએ માન્ય રાખેલા આત્મનિર્ણયના અધિકારથી જુ દી વસ્તુ નથી. એનો ગર્ભિતાર્થ એ છે કે, જ ે વિસ્તારો છૂટા થવા માગતા હોય તેમને, યોગ્ય રીતે લેવામાં આવેલા લોકમત દ્વારા તે વિસ્તારોના રહે વાસીઓની ઇચ્છા જાણી લીધા પછી, સમગ્ર દેશની સલામતી, એકતા અને આર્થિક પ્રગતિ સાથે સુસંગત હોય એ રીતે, છૂટા પડવાનો હક આપવો. મારી દરખાસ્તમાં તેમ જ રાજાજીની યોજનામાં નિષેધ તો કરવામાં આવ્યો છે, સામસામાં દુશ્મનાવટનાં કાર્યોમાં રાચવાની સ્વતંત્રતાનો. મેં જ ેને પાપ કહ્યું હતું તે આ વસ્તુ હતી. બંને ભાગોને સ્પર્શતી સહિયારી બાબતોના વહીવટ માટેનું ખાસ તંત્ર — ગાંધીજી એ વસ્તુ ગૃહીત કરીને ચાલતા હતા — રાજબંધારણનો ભાગ નહીં બને, પણ બંને રાજ્યો વચ્ચે કરાર દ્વારા તે ઊભું કરવામાં આવે, અને જુ દા પડવાના દસ્તાવેજમાં તેની જોગવાઈ કરવામાં આવે, એવું ગાંધીજીનું કહે વું હતું. તેમની દરખાસ્ત કંઈ હિં દના ટુકડા પાડવામાં સંમતિરૂપ નહોતી, પણ ઐચ્છિક અને શાશ્વત એકતાનો સંબંધ નિર્માણ કરવા માટેનો હિં મતભર્યો પ્રયોગ હતો. દેખાતી વિરોધી વસ્તુઓ દ્વારા, ધાર્યું પરિણામ લાવવા માટે લેબલો, પોકારો અને શબ્દજાળોને વીંધીને તેની પાર જવાની તેમની 174

ખાસિયત, ગાંધી-ઝીણા વાટાઘાટો દરમિયાન પૂરેપૂરી ખીલી ઊઠેલી દેખાતી હતી. ગીતા તથા ઉપનિષદોમાં અતિશય દૃઢમૂલ થયેલી પરસ્પર વિરોધી વસ્તુઓનો સમન્વય સાધનારી પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ એણે પૂરું પાડ્યું. એ પદ્ધતિ, સત્યાગ્રહનો પ્રયોગ કરતી વખતે, વિરોધી દૃષ્ટિઓનો સમન્વય સાધીને સમાધાન પર આવવામાં સત્યાગ્રહીને ભારે મદદરૂપ થાય છે. તેમની યોજના અનુસાર, જુ દા પડ્યા પછી, પાકિસ્તાન કરારનું પાલન કરવાનો ઇન્કાર કરે તો શું? ગાંધીજીએ કબૂલ કર્યું કે, બેઈમાની યા દગાફટકા સામે કશી બાંયધરી નથી; હોઈ શકે પણ નહીં, પરં તુ જો એવું થાય, તો દોષિત પક્ષ દુનિયાના કાયદાકાનૂનોનાં ધોરણોની દૃષ્ટિથી, પોતાનું સ્થાન ખોઈ બેસશે. એટલે, બેઈમાની યા દગાફટકાનું જોખમ ઉઠાવવું જ રહ્યું. સંપૂર્ણ સ્વતંત્રતા હે ઠળની હસ્તીથી એ અવિભાજ્ય છે. સ્વતંત્રતાની ઇમારત ભયના પાયા ઉપર ન ચણી શકાય. ગાંધીજીએ કહ્યું કે, લીગની માગણી વાજબી છે તેટલા પ્રમાણમાં, રાજાજીની યોજનામાં તેનો તત્ત્વતઃ સમાવેશ કરવામાં આવ્યો છે. તેને “પાકિસ્તાન” નામ આપવામાં આવે તે સામે તેમને કશો વાંધો નહોતો, પરં તુ ઝીણાએ તો તેને “પાકિસ્તાનની મશ્કરી યા તેના ઇન્કાર” તરીકે, અને ૧૯૪૦ના માર્ચના લીગના લાહોરના ઠરાવને સુરંગ ચાંપવાના પ્રયાસ તરીકે, વર્ણવી હતી એટલે, ઝીણાના વાંધાનો પાયો શો છે, તે ગાંધીજી સમજવા માગતા હતા. કેવળ પરસ્પર યુદ્ધ કરવાની છૂટ અથવા સમગ્ર રીતે વિચારતાં, બંને ભાગોને હાનિકારક થઈ પડે એવાં પગલાં ન ભરવાં, એ બાદ કરતાં, લીગની માગણી મુજબ, પાકિસ્તાન સંપૂર્ણ સાર્વભૌમ રાજ્ય નહીં તો બીજુ ં શું હતું? મુસલમાનોને એવી ભીતિ રહે તી હતી કે, અવિભક્ત હિં દમાં, વધારે પ્રખર પ્રતિભાના ઓછાયા નીચે, તેમનો [ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


પૂરેપૂરો વિકાસ થઈ શકશે નહીં, એટલે, ઇસ્લામ ધર્મ તથા સંસ્કૃતિના વિકાસ માટે તથા મુસલમાન કોમના આગેવાનોના વ્યક્તિત્વના અને તેમની પ્રતિભાના આવિર્ભાવ માટે, તેમાં મુક્ત અને પૂરેપૂરો અવકાશ મળે તે અર્થે, એક અલગ ઘટક રચવાનો તેમનો ઉદ્દેશ હતો, તો રાજાજીની યોજના એ બાબતમાં પૂરેપૂરો સંતોષ આપે એવી હતી. પણ એ તરકીબ જો, હિં દ સામે હિં દમાં જ વિરોધી દળ ઊભું કરવા માટેના સાધન તરીકે “પાકિસ્તાન”નો ઉપયોગ કરવાની હોય તો, રાજાજીની યોજના એ કામ દે એવી નહોતી. ગાંધીજીને ઝીણાની અનન્ય ધ્યેયનિષ્ઠા માટે, તેમની ભારે શક્તિ માટે અને તેમની અટલ પ્રામાણિકતા માટે અતિશય આદર હતો. ઝીણા જ ેવા દેશભક્ત જાદવાસ્થળી કરવા માટેની, અથવા સમગ્ર રીતે જોતાં, બંને ભાગોને આર્થિક રીતે યા સંરક્ષણના સંબંધમાં દુર્બળ બનાવે એવી વસ્તુઓ કરવા માટેની,

સ્વતંત્રતા માગવાનો આગ્રહ ખસૂસ ન જ રાખે. એમ માનીને જ તો ગાંધીજીએ તેમને ત્યાં જઈને તેમનાં દ્વાર ખખડાવ્યાં હતાં, તેમની આગળ પોતાની બધી બાજી ખુલ્લી કરી હતી અને કશી પણ દિલચોરી રાખ્યા વિના તેમની બાજી ખુલ્લી કરવાને ઝીણાને આજીજી કરી હતી. પણ તેમને તો ભરે લી બંદૂક સામે ઝૂઝવાનું હતું. અગ્રગણ્ય ધારાશાસ્ત્રી તથા મહારાષ્ટ્રના વિનીત નેતા ડૉ. જયકરે ગાંધીજીને લખ્યુંૹ “મિ. ઝીણા પોતાના દેશવાસીઓ સાથે નહીં, પણ ક્યારે યે બ્રિટિશરોની સાથે સમજૂ તી પર આવવાનું વધારે પસંદ કરશે, એ પત્રવહે વાર ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. … આ યોજનાનો તે બ્રિટિશ સરકાર સાથે સોદો કરવામાં ઉપયોગ કરશે તેમ જ હિં દના નેતાઓ સાથે ભવિષ્યમાં થનારી વાટાઘાટોના આરં ભના મુદ્દા તરીકે [ સંપૂર્ણ] પણ તેને આગળ કરશે.” 

આઝાદી, ભાગલા અને ગાંધીજીનાં અંતિમ વર્ષોની વ્યથા આલેખતાં અન્ય કે ટલાંક પુસ્તકો

બિહાર પછી દિલ્હી મનુબહે ન ગાંધી _250 દિલ્હીમાં ગાંધીજી (ભા.૧, ૨) મનુબહે ન ગાંધી _500 મહાત્મા ગાંધી, કાૅંગ્રેસ અને _100 હિં દુસ્તાનના ભાગલા દેવચંદ્ર ઝા, અનુ. અશોક ભ. ભટ્ટ મધરાતે આઝાદી યાને ગાંધીજીની હત્યાની કહાણી લેરી કોલિન્સ અને _100 ડોમિનિક લાપિયેર, સં. અનુ. ગોપાળદાસ પટેલ

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા જુ લાઈ, ૨૦૧૭

નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. સુશ્રી ભાવનાબહે ન ર. પંચાલ, પ્રકાશન વિભાગ•  જ. તા. ૦૨ – ૦૭ – ૧૯૬૬ શ્રી વિવેક જિ. દેસાઈ, શ્રી શિવાભાઈ શા. પરમાર,

પ્રકાશન વિભાગ

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

મૅનેજિંગ ટ્રસ્ટી

•  ૩૧ – ૦૭ – ’૬૭

•  ૧૭ – ૦૭ – ’૫૭

175


ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ ગત માસે દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ યાદ કરતાં મગનલાલ ગાંધીને પત્રમાં ‘ચંપારણની સ્થિતિ’ ફીજી અને નાતાલ કરતાં પણ ખરાબ છે લખનાર ગાંધીજીએ આ માસે ફરી એ જ વાત અન્ય શબ્દોમાં દોહરાવતાં ડેન્માર્કની પોતાની ચાહક એસ્થર ફે રિં ગને પત્રમાં જણાવ્યું કે ચંપારણના કિસાનોની દશા “ગુલામો કરતાં જરાયે સારી નથી.” રાત-દિવસ ચંપારણના કિસાનોની સ્થિતિ અંગે જ ચિંતિત અને સક્રિય હોવાનું આ પ્રમાણ હતું. બગીચા-માલિક મંડળના ડિરે ક્ટરોના વિરોધ અને કિસાનોના ભાવભીના સ્વાગત વચ્ચે ગાંધીજીએ પોતાની કામગીરી શરૂ કરી અને કિસાનોની સ્થિતિની પ્રારં ભિક તપાસનો રિપોર્ટ પણ મોકલી આપ્યો. આ માસના અંતે જ દક્ષિણ આફ્રિકામાં ગિરમીટ પ્રથા બંધ થઈ અને સાબરમતીમાં જ ેલ નજીક આશ્રમ માટે જમીનનું બાનાખત થયું. …

મે ૧૯૧૭ ૧ બેતિયા.  મોતીહારી ૨ મોતીહારીઃ ખેતર-માલિકોની સભામાં ભાષણ.  બેતિયા. ૩ મોતીહારી.  બેતિયા. ૪થી ૫ બેતિયા. ૬ બેતિયાઃ રાંચીથી બિહાર સરકારનો તાર આવ્યો કે લેફ. ગવર્નરની કાઉન્સિલના સભ્ય મૉડને તા. ૧૦મીએ પટણામાં મળો. 1 ૭થી ૮ બેતિયા. ૯ બેતિયા.  પટણા. ૧૦ પટણાઃ મૉડ સાથે બે કલાક ચર્ચા. પોતાનો હે વાલ એમને મોકલી આપવા ગાંધીજીએ સ્વીકાર્યું. ૧૧ બેતિયા. ૧૨ બેતિયાઃ પોતાના હે વાલની નકલ મૉડને મોકલી. 1. દરમિયાન તા. ૭મીએ સત્યાગ્રહ આશ્રમમાં રાષ્ટ્રીય શાળા શરૂ થઈ અને નરસિંહભાઈ એમાં જોડાયા. આ અરસામાં સાંકળચંદ જ ેઠાલાલ શાહ પણ એમાં જોડાય.

૧૩થી ૧૫ બેતિયા ૧૬ બેતિયા.  સરીસવા.  ધોકરાહા. ૧૭થી ૨૨ બેતિયા. ૨૩ બેતિયા અને મોતીહારી ૨૪ મોતીહારી ૨૫ મોતીહારી.  તોલા.  છતારૂની ૨૬ છતારૂની  બેતિયા. ૨૭થી ૨૮ બેતિયા ૨૯. બેતિયાઃ બિહારના લેફ. ગવર્નર સર એડવર્ડ ગેઈટનો પત્ર આવ્યો—મને તા. ૪થી જૂ ને રાંચીમાં મળવા આવો. ૩૦ બેતિયાઃ નિવેદન—જો હાલની તકલીફો દૂર કરવામાં આવે તો બાકીની બાબતો માટે કમિશન કામયાબ નીવડે ખરું . 2 ૩૧ બેતિયા.

2. આજથી ગિરમીટની પ્રથા બંધ થઈ. સાબરમતી આશ્રમ માટે જમીનનું બાનાખત થયું. 

176

[ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


પૂજ્ય ગાંધીજીને ગુલાબદાસ બ્રોકર તમારા શબ્દોએ યુવક-યુવતી દેશભરનાં ત્યજી શીળી છાયા નિજ ગૃહ તણી ને પ્રણયની પડે કારાવાસે, કુ સુમ સમજી જાલિમ તણા શિરે લાઠી કેરા સ્મિત સહિત ઘાવો ઝીલી રહે . તમારા શ્વાસે ને કદમ કદમે ઊડે સામ્રાજ્યો ને દલિત જનનાં દબાતી પીડાતી નરપશુ તણો ગઈકાલે નારી, તમ સ્મિત થકી

શાસક તણા દુઃખ શમતાં. ભોગ બનતી શૂર બનતી.

હજારો વર્ષોથી જગતભરમાં શાસક અને ચુસાયેલાં કેરાં અતિ વિકટ યુદ્ધો મચી રહ્યાં; અહિં સાના માર્ગે હૃદયભરનો પ્રેમ ખરચી જીતેલાને જીતે નવીન રીતિ એ તો તમ તણી. ઈશુએ ને બુદ્ધે જીવનભર શોધે મચી રહી અહિં સાની, એથી મધુર બનતા પ્રેમપથની ભલે જ્યોતિરે ખા નિરખી, પણ એથી જગતના પીડાયેલાઓને જગત મહીં મુક્તિ નવ મળી. ચુસાયેલાં કાજ ે જીવનભર જ ે વિગ્રહ લડ્યાં, પડ્યા કારાવાસે, વિધવિધ પ્રકારે દુઃખ સહ્યાં; નવી દૃષ્ટિ આપી ચખવિહીન ભોળા જગતને ભલે તેણે, કિંતુ હૃદય થકી દ્વેષો ન વિસર્યા. હજારો લોકોએ નિજ નિજ તણી ભેટ ઠલવી તમારી પાસે, ને કવિત કુ સુમોને કવિજને ગૂંથી લીધાં તેની અતિ મધુર માયા બની રહી, ન તેમાં શોભે આ, પણ નહીં સ્વીકારો હૃદયથી? [ગાંધીકાવ્યનવનીતમાંથી] 

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૧૭]

177


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂટક કિંમત _ 40

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

178

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

રજત અંક છૂટક કિંમત _ 25

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

[ મે ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ખેડૂત વડો પ્રધાન એક સજ્જન આજ ે મારી પાસે આવ્યા હતા. એમનું નામ તો હં ુ વીસરી ગયો છુ .ં એમણે ખેડૂતોની વાત કરી. મેં તેમને કહ્યું કે મારું ચાલે તો આપણો વડો હાકેમ ગવર્નરજનરલ પણ ખેડૂત હોય, આપણો વડો પ્રધાન ખેડૂત હોય, બધા જ ખેડૂત હોય. આનું કારણ એ કે અહીંનો, આ મુલકનો રાજા ખેડૂત છે. મને બચપણમાં એક કવિતા ભણાવવામાં આવી હતી કે “હે ખેડૂત, તું બાદશાહ છે.” ખેડૂત જમીનમાંથી પેદા ન કરે તો આપણે ખાઈશું શું? હિં દુસ્તાનનો સાચો રાજા ખેડૂત છે. પણ આજ ે આપણે તેને ગુલામ બનાવીને બેઠા છીએ. આજ ે ખેડૂત શું કરે ? બી. એ. બને? એમ. એ. બને? એવું થાય એટલે તે ખેડૂત મટ્યાે. પછી તાે કાેદાળી નહીં ઊંચકે. જ ે અાદમી પાેતાની જમીનમાંથી પેદા કરીને ખાતાે હાેય તે જનરલ બને, પ્રધાન બને, તાે હદની સૂરત પલટાઈ જાય. અાજ ે જ ે સડાે છે તે બધાે નાબૂદ થાય. [ગાંધીજીની અપેક્ષા (સં. હરિપ્રસાદ વ્યાસ) માંથી, પ્રકાશકૹ નવજીવન]

આવરણ-૪થી ચાલુ …

૧૭૯


રેંટિયો મળ્યાની શતાબ્દીએ (૧૯૧૭ • ૨૦૧૭)

[અનુસંધાન આવરણ ૩ ઉપર] ૧૮૦