Navajivanno Akshardeh August-September 2019

Page 1

नवजीवनનો

વર્ષૹ ૦૭ અંકૹ ૦૮-૦૯ સળંગ અંકૹ  ૭૬-૭૭ •  ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯

અક્ષરદેહ

નવજીવન શતાબ્દી વર્ષ  : ૧૯૧૯–૨૦૧૯

છૂ ટક કિંમત ઃ _ ૨૫


વર્ષૹ ૦૭ અંકૹ ૦૮-૦૯ સળંગ અંકૹ ૭૬-૭૭ • ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯ છૂ ટક કિંમત ઃ _ ૨૫

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર

 નવજીવન શતાબ્દી વર્ષ 

તંત્રીસ્થાનેથી. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૨૬૩ સંપાદકીય . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૨૬૪ ૧. અમારો ઉદ્દેશ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .મો. ક. ગાંધી. . . . . ૨૬૬ ૨. નવજીવનનો વિકાસ ને ધર્મ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . સરદાર પટેલ. . . . .૨૬૯ ૩. ગાંધીજીનાં પુસ્તકો. . . . . . . . . . . . . . . . . . . . . . . . . .મણિલાલ ભ. દેસાઈ. . . . ૨૭૩ ૪. વકીલનો ધંધો — કેવો છે?. . . . . . . . . . . . . . . . . . . . . . . . . રાજ ેન્દ્રપ્રસાદ. . . . ૨૭૭ ૫. પ્રજાશરીરનો ઘસારો ને નવપલ્લવતા. . . . . . . . . . .ન્હાનાલાલ દલપતરામ કવિ. . . . ૨૮૦ ૬. ટૉલ્સટોય શતાબ્દી. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .મો. ક. ગાંધી. . . . ૨૮૪

આવરણ ૧ नवजीवनના પ્રથમ અંકમાં ગાંધીજીનો ‘અમારો ઉદ્દેશ’ લેખ અને ગાંધીજીની લેખનકાર્ય કરતી હસ્તમુદ્રા આવરણ ૪ नवजीवनના વિવિધ અંકોમાંથી પસંદગીનાં પાનાં વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

૭. આજીવિકા અને સેવા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .મો. ક. ગાંધી. . . . ૨૮૯ ૮. જીવંત કલા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . એક અમેરિકન ચિત્રકાર. . . . ૨૯૦ ૯. છોકરાં પ્રત્યે નિર્દયતા. . . . . . . . . . . . . . . . . . સૌ. વિદ્યા રમણભાઈ નીલકંઠ. . . . ૨૯૩ ૧૦. ત્રીજા વર્ગની મુસાફરી. . . . . . . . . . . . . . . . . . . મીરાંબહે ન (મૅડલીન સ્લેડ). . . . ૨૯૪ ૧૧. સાહિત્ય અને જર્મન કવિ શિલર . . . . . . . . . . . . . હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ. . . . .૨૯૬ ૧૨. સાબરમતી જ ેલમાં સરદાર . . . . . . . . . . . . . . . . . . . . . . . મહાદેવ દેસાઈ. . . . ૨૯૮ ૧૩. દરિયા ઉપરથી. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મહાદેવ દેસાઈ. . . . ૩૦૨ ૧૪. ગામડિયા ઇજનેર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . રિચાર્ડ ગ્રેગ. . . . ૩૦૫ ૧૫. પુનર્રચનાનો પાયો. . . . . . . . . . . . . . . . . . . . . . . . . કાકાસાહે બ કાલેલકર. . . . ૩૦૮ ૧૬. વહે મ અને શ્રદ્ધા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . કાકાસાહે બ કાલેલકર. . . . ૩૧૧ ૧૭. ગાંધીજી સ્થાપિત ‘નવજીવન’નું શતાબ્દીએ નવસંસ્કરણ. . .મણિલાલ એમ. પટેલ. . . . ૩૧૩ ૧૮. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . . .૩૧૬

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. ૨૬૨


તંત્રીસ્થાનેથી... બા-બાપુના દોઢસો ને નવજીવનના રોકડા ‘સો’નો અંકયોગ રચાયો છે

ત્યારે નવજીવન બા-બાપુ અને નવજીવનની ‘સો’ની યાત્રાને સ્મરે છે. સોમાંથી લગભગ આઠ દશકા તો કપરા સંઘર્ષના જ સાક્ષી રહ્યા છે. બાપુના અવસાન બાદ હાલ જ્યાં નવજીવનનું દફતર છે એની સ્થાપના જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કરે લી ત્યારે જ પ્રારં ભે એમણે નવજીવનના સંઘર્ષમય ભવિષ્યની વાણી ઉચ્ચારે લી. ને ખરે ખર કપરો કાળ જ સાબિત થયો. કોઈ પણ પ્રકારનાં દાન કે અનુદાન વિના પોતાની આવકમાંથી જ નવજીવન ચલાવવું એવું બાપુનું ફરમાન હતું. આમ છતાં કાકા કાલેલકર, સ્વામી આનંદ, મોરારજી દેસાઈ, જીવણજી દેસાઈ, મણિબહે ન પટેલ, ઠાકોરભાઈ દેસાઈ ને લગભગ હમણાં લગી જિતેન્દ્ર દેસાઈ જ ેવાંઓએ નવજીવનને હાથમાં લીધું. ને પુસ્તકો-સાહિત્ય થકી ગાંધીવિચાર પ્રસારપ્રચારનું એક અઘરું કામ ધીમે-ધીમે પાર પાડવામાં સફળ થયાં. દેશની તમામ ભાષાઓમાં ‘સત્યના પ્રયોગો’નું પ્રકાશન એ કદાચ સૌથી મહત્ત્વનું કાર્ય નવજીવને સુપેરે કર્યું. પ્રાદેશિક ભાષાઓમાં આજ ે એનું વેચાણ લાખોમાં થઈ રહ્યું છે ને એ થકી લોકો સુધી ગાંધીની વાત એમની ભાષામાં તેઓ વાંચી-વંચાવી શકે છે એ વાતનું નવજીવન ગૌરવ અનુભવે છે.

નવજીવન હવે એના સંઘર્ષકાળની બહાર આવ્યું છે. એ સમય દરમિયાન પ્રકાશિત થવાનાં રહી ગયેલાં પુસ્તકો અથવા તો એકાદ આવૃત્તિ પછી પ્રકાશિત ન થઈ શકનારાં પુસ્તકો હવે નવજીવન પ્રકાશિત કરી રહ્યું છે. નવજીવનનું જૂ નું કોઈ પણ પ્રકાશન અપ્રાપ્ય ન રહે એની તકેદારી એ આ ‘સો’મા વર્ષની પ્રતિજ્ઞામાત્ર છે. દુનિયાના સૌથી મોટા અને ખાસ ગણાતા પુસ્તકમેળા ‘ફ્રેંકફર્ટ બુક ફૅ ર’માં પણ નવજીવન આ વર્ષે ઑક્ટોબરમાં જઈ રહ્યું છે એનો અપાર આનંદ છે. યુવાનોને ગાંધીવિચાર સાથે જોડવાના છેલ્લા પાંચ-સાત વર્ષનાં જુ દાજુ દા પ્રયત્નો ને પ્રવૃત્તિઓથી સહુ હવે વાકેફ છે જ. નવજીવન પુસ્તકોથી ડિજિટલયુગમાં અને પ્રવૃત્તિઓથી ગાંધીયુગ સાથે ‘કનેક્ટ’ થઈ ચૂક્યું છે. સો વર્ષ પૂરાં થયાંની આ જ પ્રસાદી છે. શુભકામના. વિવેક દેસાઈ

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

263


નવજીવન શતાબ્દી વર્ષ સં.

વાચકો પાસે આજ ે માહિતી મેળવવાના અમર્યાદિત વિકલ્પો છે; તે ઇચ્છે તે સ્વરૂપમાં માહિતી મેળવી શકે

છે. પણ વિકલ્પોની ભરમાર વચ્ચે જ્યારે વાચક વિશ્વસનીય, તટસ્થ અને તાર્કિક કન્ટેન્ટની શોધ આદરે છે, ત્યારે માહિતીના દરિયામાં તે અસહાય દેખાય છે. આમ કેમ? તે પ્રશ્નના જવાબ ઘણા હોઈ શકે, પણ તેમાં સૌથી પ્રાથમિક તારણ નિસબત અને દાનતનો અભાવ છે, જ ેથી કરીને માધ્યમો તળિયે બેસી જવાના આરે દેખાય છે. સમયે-સમયે માધ્યમોની આ દશા થતી રહી છે. અંગ્રેજ શાસન વખતેય તેની સામે લડનારાં ઘણાં અખબાર-સામયિક હોવા છતાં તે શાસનને હલાવેડોલાવે તેવાં અખબાર-સામયિકની ખોટ વર્તાતી હતી. જોકે આ ખોટ પૂરી કરવાનું અને પોતાના દેશવાસીઓ સારુ પોતાની વાત અભિવ્યક્ત કરવાનું એક મંચ नवजीवन બન્યું. મૂળે આ અખબાર ઇન્દુલાલ યાજ્ઞિકનું અને ત્યારે તેનું નામ नवजीवन अने सत्य હતું. ગાંધીજીના તંત્રીપણા હે ઠળ તે પ્રકાશિત થવા માંડ્યું ત્યારે તેનું નામ नवजीवन થયું. नवजीवनનો પ્રથમ અંક ૭મી સપ્ટેમ્બર ૧૯૧૯ના રોજ પ્રકાશિત થયો અને પ્રથમ અંકથી જ તેનો અખબારી જગતમાં ધમાકેદાર પ્રવેશ થયો. તેના પહે લા અંકની નકલોની સંખ્યા પાંચ હજારને આંબી ગઈ હતી! કોઈ ગુજરાતી સામયિકને મળેલી આ અદ્વિતીય સફળતા છે. (સો વર્ષ પછી પણ આજ ે કોઈ સામયિકના પ્રથમ અંકની આટલી નકલો જાય તે દિવાસ્વપ્ન જ ેવી ઘટના ભાસે છે.) नवजीवनની આ સફર આરં ભાઈ અને જ ેમ-જ ેમ ગાંધીજીના સેવાકાર્યનો યજ્ઞ હિં દુસ્તાનમાં વિસ્તરતો ગયો તેમ नवजीवनનાં પાનાં પર દેશની ઐતિહાસિક ઘટના નોંધાતી રહી. नवजीवनની આ ભૂમિકા ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે અમૂલ્ય લેખાય છે. ગાંધીજી હિં દુસ્તાન આવ્યા ત્યાર બાદ તેમનું માતૃભાષામાં વિપુલ જાહે ર લખાણ नवजीवन થકી જ મળ્યું છે. આ કાળમાં ગાંધીજીના ઘડાતા-ઘડાયેલા વિચારોનું પ્રતિબિંબ પણ नवजीवन દ્વારા જ ઝિલાયું છે. यंग इन्डिया, नवजीवनના સમાંતરે અંગ્રેજી ભાષામાં આ જ ભૂમિકા ભજવી રહ્યું હતું. આ અગાઉ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ નિયમિત રીતે इन्डियन ओपिनियन અખબાર ચલાવ્યું હતું, પણ નવજીવન સંસ્થાના અભ્યાસી મણિભાઈ ભ. દેસાઈ નોંધે છે તેમ, દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી નિષ્ઠાવાન રાજભક્ત હતા. જ્યારે नवजीवन અને यंग इन्डियाનું સંપાદન હાથમાં લીધું ત્યાર પછી થોડા જ વખતમાં તેઓ એકનિષ્ઠ રાજદ્રોહી બનનાર હતા. હિં દુસ્તાનની ભૂમિ પર ગાંધીજીએ એકસાથે અનેક મોરચે સેવાકાર્યો હાથ ધર્યાં હતાં, તેને અનુલક્ષીને જ તેમણે નવજીવનના ઉદ્દેશમાં જણાવ્યું છે : “નવજીવનની પ્રવૃત્તિ એવી ચાલશે કે જ ેથી રાજા-પ્રજા વચ્ચે વેરભાવ મટી મિત્રતા થાય, અવિશ્વાસ મટી વિશ્વાસ થાય, હિં દુ મુસલમાન વચ્ચે અંતઃકરણની એકતા થાય, હિં દુસ્તાન આર્થિક સ્વતંત્રતા મેળવે અને હિં દુસ્તાનમાં સર્વત્ર પ્રેમ સિવાય બીજુ ં કંઈ જોવામાં ન આવે. જગત પ્રેમમય છે. નાશમાંયે ઉત્પત્તિ ભરી છે.” નવજીવનનો આ ઉદ્દેશનો સાર ત્યાર બાદ પણ તેની બધી જ પ્રવૃત્તિઓમાં રે ડાયો છે. પુસ્તકપ્રકાશન ક્ષેત્રે નવજીવનની પ્રવૃત્તિ અનન્ય ઘટના છે, જ ે અંતર્ગત ગાંધીજી અને તેમના સમકાલીનોનાં પુસ્તકો પ્રકાશિત થયાં. આરં ભ અને પછીના સમયમાં નવજીવનને સતત અંગ્રેજ શાસનનું દમન, કાગળની મોંઘવારી અને છાપખાનાની અગવડો રહી, પણ છતાં તેનું કાર્ય વિસ્તરતું ગયું. અને એક સમય એવો આવ્યો જ્યારે ગાંધીસાહિત્યના પ્રચારપ્રસારની સઘળી જવાબદારી નવજીવનની થઈ. તે સમયનાં મહદંશે ગાંધીજીનાં બધાં જ પુસ્તકો નવજીવન

264

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


દ્વારા પ્રકાશિત થતાં રહ્યાં. ૧૯૪૦માં તો ગાંધીજીએ પોતાનાં લખાણોના કૉપીરાઇટના તમામ હકોનો વારસો નવજીવનને સોંપ્યો. આમ, નવજીવન આરં ભથી લઈને આજ દિન સુધી ગાંધીસાહિત્યના પ્રચાર-પ્રસારનું વહન કરી રહ્યું છે. ગુજરાતી, હિં દી, અંગ્રેજી સહિત કુ લ સોળ ભાષાઓમાં ગાંધીજીની આત્મકથા નવજીવન પ્રકાશિત કરી ચૂક્યું છે. આ ઉપરાંત, કાકાસાહે બ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, જવાહરલાલ નેહરુ, મહાદેવભાઈ દેસાઈ, મેડલિન સ્લૅડ, મણિબહે ન પટેલ, સુશીલા નૈય્યર, પ્યારે લાલ સહિત ગાંધી સમકાલીનોનાં પુસ્તકો નવજીવનની મૂડી છે. આઝાદીની લડત અને તે કાળનો અતિ મૂલ્યવાન ઇતિહાસ આમનાં લખાણો થકી સચવાયો છે, જ ેનું જતન અને નજીવી કિંમતે પ્રચાર-પ્રસાર નવજીવન કરતું આવ્યું છે અને કરતું રહે શે. નવજીવનની વાત આટલી માંડીને કરી તેનો મુખ્ય ઉદ્દેશ નવજીવનનું શતાબ્દી વર્ષ છે, જ ેની પૂર્ણાહુતિ ૭ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ થઈ. સમય સાથે નવજીવનનું સેવાકાર્ય વિસ્તર્યું છે અને કેટલાક નવા પ્રકલ્પો સાથે ગાંધીવિચારને નવી પેઢી સુધી લઈ જવાનો સંકલ્પ કર્યો છે. આ પ્રકલ્પોમાં ‘કર્મકાફે ’ અને ‘સ્વત્વ’ અગ્રહરોળમાં છે. તદ્ઉપરાંત ‘સત્ય આર્ટ ગૅલેરી’ દ્વારા પણ ગાંધીવિચારના પ્રસારનું કાર્ય સમયાંતરે થાય છે. નવજીવન પરિસરમાં આવેલો જિતેન્દ્ર દેસાઈ મેમૉરિયલ હૉલ પણ નવજીવનની નવી ઓળખ છે. ગત વર્ષ ગાંધીજીની દોઢસોમી જન્મજયંતીનું હતું, તેવી જ રીતે નવજીવનના શતાબ્દીનું પણ હતું. ગાંધીકાર્યની ઉજવણી તો અંતિમજનની ઉન્નતિથી થતી રહી અને તે દિશામાં નવજીવન દ્વારા શતાબ્દી વર્ષ અગાઉ જ સાબરમતી મધ્યસ્થ જ ેલ સાથે બંદીવાનોના સુધારા કાર્યક્રમ હાથ ધર્યાં છે. આ કાર્યક્રમ અંતર્ગત બંદીવાનો વચ્ચે પ્રૂફરીડિંગ અને પત્રકારત્વનો કોર્સ, ગાંધીવિચારની પરીક્ષા, કર્મકાફે ના આંગણે બંદીવાનોના ભજન, ઇકો-ફ્રેન્ડલી ગણેશમૂર્તિ બનાવવાં જ ેવાં વિવિધ કાર્યો નવજીવન કરી રહ્યું છે. છેલ્લાં ચાર વર્ષમાં નવજીવન દ્વારા સાબરમતી જ ેલમાં થયેલાં કાર્યથી આજ ે બંદીવાનો માટે નવજીવન ભગિની સંસ્થા જ ેવું સ્થાન ધરાવે છે, જ્યાં તેઓને હરહં મેશ આવકાર મળ્યો છે. નવજીવનનો ગૌરવભર્યો ઇતિહાસ અને વર્તમાનની ઝલક આપ્યા છતાં તેનાં સઘળાં કાર્યોનો ખ્યાલ આટલા શબ્દોમાં ન આપી શકાય. તે માહિતીની ગરજ તો પુસ્તક જ સારી શકે, જ ેનો એક પ્રયાસ મણિભાઈ ભ. દેસાઈ દ્વારા થયો છે. ‘નવજીવન વિકાસવાર્તા’ નામના આ પુસ્તકમાં નવજીવન સંસ્થાના આરં ભથી લઈને તેના પચાસ વર્ષનો ઘટનાક્રમ નોંધાયો છે. હવે નવજીવનના શતાબ્દી વર્ષના અનુસંધાને આપના હાથમાં મુકાયેલા આ વિશેષ અંક વિશે. આ અંકમાં નવજીવનમાં આવેલા વિવિધ ચુનંદા લેખોને સામેલ કરવામાં આવ્યા છે. નવજીવનમાં વિષયોની કેવી ભરમાર રહે તી, વિશેષ તો તેનો આ ઉપક્રમ છે. આ લેખો નવજીવનમાં સર્વકાલીન શ્રેષ્ઠ લેખોમાં સ્થાન પામે એ જરૂરી નથી, પણ નવજીવનમાં વિવિધ વિષયો પર કેવાં લખાણો આવતાં, તેની ઝલકમાત્ર છે. તે કાળની રાજકીય ગતિવિધિના લેખો આમાં સામેલ કરવામાં આવ્યા નથી, કારણ કે તેના ફલકનો વિસ્તાર ખૂબ બહોળો છે એટલે તેમાં સ્વતંત્રપણે કોઈ એક લેખ આપી દેવાનું મુનાસિબ લાગ્યું નહીં. આજથી નવ દાયકા અગાઉ સુધીના લેખ હોવાથી તે સમય-સંદર્ભ હોય તે સ્વાભાવિક છે, પણ તેની પ્રસ્તુતતામાં શાશ્વતમૂલ્યની ઝાંખી થાય છે. બલકે કેટલાક લેખોમાં આજનું તાદૃશ્ય વર્ણન પણ ઝિલાય છે. આ ઉપરાંત અંકના આરં ભે નવજીવનના ઉદ્દેશ અંગેના ગાંધીજી અને સરદાર પટેલના ક્રમશઃ લેખ અને વક્તવ્ય મૂક્યાં છે. નવજીવનમાં ગાંધીજીનાં પુસ્તકોના પ્રકાશન કાર્યનો એક અહે વાલ રજૂ કર્યો છે. અંતે નવજીવનના શતાબ્દી નવસંસ્કરણ દ્વારા સંસ્થાની સફરની ઝલક મળી રહે છે. આશા છે અમારો આ પ્રયાસ વાચકોને ગમશે.

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

265


અમારો ઉદ્દે શ મો. ક. ગાંધી

જ્યારે यंग इन्डियाનાં લખાણોની દેખરે ખનું કામ મેં માથે લીધું ત્યારે મને પોતાને અને કેટલાક મિત્રોને

પ્રશ્ન થયો કે હં ુ અંગ્રેજી લખાણો લખવા, સુધારવા, વિચારવા, તારવવામાં મારો કાળ ગાળું તેના કરતાં હં ુ ગુજરાતી વર્તમાનપત્ર ચલાવું એ મને વધારે ન છાજ ે? વિશેષ અગત્યનો પ્રશ્ન તો એ ઊઠ્યો કે હં ુ કઈ રીતે હિં દની વધારે સેવા કરી શકું? यंग इन्डिया ચલાવવું એ તો મારી ચોખ્ખી ફરજ હં ુ તે વેળા જોઈ શક્યો. મારા અંગ્રેજી જ્ઞાનનો ઉપયોગ પ્રજાને સારુ હં ુ કરી શકું એ મને ખબર છે. પણ મારે ગુજરાતી વર્તમાનપત્ર પણ સાથે ચલાવવું જોઈએ એમ કેટલાક મિત્રોને અને મને જણાયું. અનુકૂળ સંજોગો આવી મળ્યા. મેં છાપાખાનાની માલેકી ધરાવી છે. इन्डियन ओपीनियन ઘણા કાળ સુધી ચલાવ્યું છે. છતાં તેના તંત્રી તરીકે મેં મને ગણવા નથી દીધો. તંત્રી તરીકે જાહે રમાં ઓળખાવાનો આ પહે લો પ્રસંગ આવ્યો છે. તેને મેં વધાવી લીધો છે. પણ હં ુ ધ્રૂજી રહ્યો છુ .ં મારી જવાબદારીનું મને પૂરું ભાન છે. આ દક્ષિણ આફ્રિકા નથી. ત્યાં તો મારું ગાડુ ં ગમે તેમ ચાલતું હતું પણ અહીં? વર્તમાનપત્રોની ખોટ નથી. લેખકો ઘણા છે. મારું ભાષાજ્ઞાન ઘણું ઓછુ ં છે. વીસ વર્ષ સુધી બહાર રહે લા મને હિં દુસ્તાનના પ્રશ્નોની ઓછી જ માહિતી હોય. આ વિવેકની ભાષા નથી પણ મારી દશાનો તાદૃશ ચિતાર છે. આવી અપૂર્ણતા છતાં મારે હિં દને કંઈ આપવાનું છે તે બીજાની પાસે તેટલા જ પ્રમાણમાં નથી એમ હં ુ પ્રત્યક્ષ જોઈ રહ્યો છુ .ં ઘણા પ્રયત્ને મેં કેટલાક સિદ્ધાંતો મારા જીવનમાં ગોઠવ્યા છે ને તેને અમલમાં મૂક્યા છે. તેથી મને જ ે સુખ મળ્યું તે મેં બીજામાં નથી જોયું એમ મને ભાસ્યું છે. ઘણા મિત્રોએ આ 266

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


વાતની સાક્ષી પૂરી છે. એ સિદ્ધાંતો હિં દને આપી મારા સુખનો અનુભવ હિં દને કરાવવાની મને ભારે અભિલાષા છે, એનું એક સાધન વર્તમાનપત્ર છે. સત્યાગ્રહ એ મારે મન પોથી માંહેલું વેંગણ નથી. મારે તો એ જીવન છે. સત્ય વિના સર્વ મને તો શુષ્ક લાગે છે. અસત્યથી દેશને લાભ ન જ થાય એવી મારી ખાતરી છે. પણ કદાચ અસત્યથી તાત્કાલિક લાભ જણાતો હોય તોપણ સત્યનો ત્યાગ ન જ કરાય એમ હં ુ દૃઢતાપૂર્વક માનું છુ .ં એ સત્યની શોધ કરતાં હં ુ સમજણો થયો ત્યારથી શીખ્યો છુ .ં તેને સેવતાં ચાળીસ વર્ષ વીત્યાં છે. એમ છતાં મન વચન અને કર્મની એકતા સંપૂર્ણતાએ નથી આવી શકી એમ હં ુ જાણું છુ .ં તેથી શું? આદર્શને આપણે જ ેમ વળગવા જઈએ છીએ તેમ તે વેગળો જતો દેખાય છે. તેમ તેમ આપણે વધારે વેગે ધસવું એ જ પુરુષાર્થ છે. પડશું, આખડશું તોયે ઊઠશું. પછી પાછી પાની કે પાછી પૂંઠ ન કરીયે એટલું જ બસ છે. પણ એવી શોધ કરતાં મને અનેક રત્નો મળ્યાં છે. તે મારે હિં દની પાસે મૂકવાં છે, એની જાહે રખબર રૂપ આ नवजीवन છે. એ શોધો કરતાં મેં જોયું કે કાયદાઓને ઇરાદાપૂર્વક માન આપવું એ આપણી ફરજ છે. પણ તે માન આપવાની ફરજ અદા કરતાં મેં એમ પણ જોયું કે જ્યારે કાયદો અસત્યનો પોષક હોય ત્યારે તેનો ભંગ કરવો એ પણ ફરજ છે. એવો ભંગ કઈ રીતે થાય? સત્યની રીતે રહે તાં આપણે પોતે કાયદાનો ભંગ કરવાની સજા વહોરી લેવી. આનું નામ વિનયી ભંગ છે. એવો ભંગ કોનાથી થાય, ક્યારે થાય, કયા કાયદાઓ અસત્યના પોષક હોય એનો નિર્ણય માત્ર અમુક નિયમો ઘડીને નથી કરી શકાતો. એ અનુભવે જ થાય. એને સારુ વખત જોઈએ અને સાધન જોઈએ. તે સાધન नवजीवन થાઓ. પ્રતિકૂ ળ વાતાવરણમાં ઘણી ભારે લડાઈ લડતાં છતાં સરકારી વર્ગ સાથે સત્યાગ્રહીઓ મીઠાશ જાળવી શક્યા હતા. કેમ કે સત્યાગ્રહમાં રોષને કે દ્વેષને અવકાશ નથી. સત્યની છાપ સામા પક્ષ ઉપર પડે છે. એટલે તેને અવિશ્વાસ નથી રહે તો. તેથી લડતા છતાં બંને પક્ષ વચ્ચે માન ને મીઠાશ જાળવી શકાય છે. દાખલાઓ અને દલીલોથી नवजीवन બતાવશે કે હિં દમાં પણ આપણે અધિકારી વર્ગ સાથે મતભેદ હોય ત્યાં લડતા હોઈએ છતાં જ્યાં તેવું નથી ત્યાં તેને મદદ દઈએ ને તેની મદદ લઈએ. પણ સત્યાગ્રહની સીમા કંઈ સરકાર ને પ્રજા વચ્ચેના સંબંધમાં જ સમાપ્ત નથી થતી. સંસારી સુધારાને સારુ પણ એ જ અમૂલ્ય શસ્ત્ર છે. આમાં સ્ત્રીઓની સ્થિતિ, આપણા કેટલાક નઠારા રિવાજો, હિં દુમુસલમાનો વચ્ચે ઊભા થતા સવાલો, અંત્યજને લગતી અડચણો — આવા અનેક પ્રશ્નોનો નીવેડો આવી શકે છે. એટલે આ બધા પ્રશ્નોની ચર્ચા नवजीवन પ્રસંગોપાત્ત કરશે. રૉલેટ કાયદા વિશેની લડત એ સત્યાગ્રહનો પદાર્થપાઠ છે. એટલે તે લડત પ્રજાની સમક્ષ નિરં તર नवजीवन રાખશે. એ કાયદો તેની મુદત પહે લાં રદ થશે એ વિશે મને શંકા નથી. કેમ કે સત્યને વિશે ને સત્યાગ્રહીઓની શક્તિને વિશે મને પૂરો ભરોસો છે. હિં દનો આર્થિક ઉદ્ધાર સ્વદેશીમાં જ છે એવી મારી દૃઢ માન્યતા છે. સ્વદેશીમાં ધર્મનાં મૂળ છે. ધર્મનો ત્યાગ કરીને કોઈ પ્રજા ઉન્નતિ પામી નથી ને પામશે નહીં. એટલે સ્વદેશીનો ભારે પ્રચાર પણ नवजीवन કરશે. મારે હિં દની સેવા કરવી છે તો હં ુ અંગ્રેજી પ્રજામાં જ મારો આત્મા કેમ ન રે ડુ ં એવો પ્રશ્ન ઉઠાવે नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

267


તો હં ુ કહે વા ઇચ્છું છુ ં કે જન્મ અને કર્મથી ગુજરાતી હોઈ હં ુ ગુજરાતના જીવનમાં ઓતપ્રોત થઈ જાઉં તો જ હં ુ હિં દની શુદ્ધ સેવા કરી શકું. વેપારની દૃષ્ટિએ પણ મારી શક્તિનો સારામાં સારો ઉપયોગ હં ુ ગુજરાતને મારું મુખ્ય ક્ષેત્ર ગણીને જ આપી શકું. વળી અંગ્રેજી ભાષાની મારફતે હં ુ મારો સંદેશો કોને આપું? અંગ્રેજીનો મોહ મિથ્યા છે એ તો नवजीवन પ્રતિક્ષણ બતાવ્યા કરશે. આપણા અભ્યાસક્રમમાં કે જીવનમાં ક્યાંયે અંગ્રેજીને સ્થાન નથી એમ કહે વાનો આશય નથી. અંગ્રેજી ભાષાનો વ્યાપાર અત્યારે અસ્થાને થાય છે એટલું જ કહે વાનો આગ્રહ છે. હિં દુસ્તાન ખેડૂતોની ઝૂંપડીઓમાં વસે છે. વણકરોની કળા હિં દુસ્તાનની ભવ્યતાનાં સ્મરણો કરાવે છે. તેથી મને પોતાને ખેડૂત અને વણકર કહે વડાવવામાં હં ુ અભિમાન માનું છુ .ં नवजीवन મારે તો ખેડૂતોનાં ઝૂંપડામાં ને વણકરોના ઘરોમાં પહોંચાડવું છે. મારે તેઓની ભાષામાં તે લખવું છે. તેથી ખેડૂતો ઇત્યાદિની સુખદુ:ખની વાતો नवजीवन હં મેશાં તેઓની ભાષામાં કરશે. ખેડૂત ભયભીત રહે શે, કરજના બોજા તળે કચરાયેલા રહે શે. તેઓનાં શરીર રોગી હશે તો હં ુ હિં દુસ્તાનનો નાશ જ જોઉં છુ .ં ઘેર ઘેર સ્ત્રીઓ नवजीवन વાંચે એમ હં ુ હં મેશાં પ્રભુ પ્રત્યે માગીશ. સ્ત્રીઓના વિના ધર્મની રક્ષા કોણ કરે ? સ્ત્રીઓ અજ્ઞાન અને મૂઢ દશામાં રહે , સ્ત્રીઓને હિં દુસ્તાનની દશાની ખબર ન હોય તો ભવિષ્યની પ્રજાની શી વલે થાય? તેથી नवजीवन સ્ત્રીઓને જાગ્રત કરશે, અને પુરુષ વર્ગને સ્ત્રીઓ પ્રત્યેની તેમની ફરજનું ભાન કરાવવા પ્રયત્ન કરશે. આ તો મેં મારી મહત્ત્વાકાંક્ષાઓની વાનગી માત્ર આપી છે. તેના સાર રૂપ તો આટલું જ કહે વા ઇચ્છું છુ ં કે नवजीवनની પ્રવૃત્તિ એવી ચાલશે કે જ ેથી રાજા પ્રજા વચ્ચે વેરભાવ મટી મિત્રતા થાય, અવિશ્વાસ મટી વિશ્વાસ થાય, હિં દુમુસલમાન વચ્ચે અંત:કરણની એકતા થાય, હિં દુસ્તાન આર્થિક સ્વતંત્રતા મેળવે અને હિં દુસ્તાનમાં સર્વત્ર પ્રેમ સિવાય બીજુ ં કંઈ જોવામાં ન આવે. જગત પ્રેમમય છે. તારામાં એ ઉત્પત્તિ ભરી છે. આ બધી ગજા વગરની વાતો છે. ભલે હોય, છતાં એ દશામાં થએલો પ્રયત્ન નિષ્ફળ ન જ જાય એવું ધર્મવાક્ય છે તેને હં ુ વળગીશ. પણ આવા સંદેશા તે કંઈ અભણ હિં દુસ્તાનને, તેયે વળી પ્રેસના જુ લમી કાયદા ચાલે છે ત્યાં અપાય ખરા? એવો નિરાશાવાદીનો પ્રશ્ન હોઈ શકે. પ્રેમ અજ્ઞાનની સાંકળોને તોડી શકે છે એવો જાતઅનુભવ કોને નથી થયો? અને પ્રેમને-સત્યને પ્રેસ ઍક્ટનો ભય શો? પ્રેસ ઍક્ટના ભય વિના જ ે વાત જ ેવી લાગશે તેવી જ नवजीवनમાં કહે વામાં આવશે. એવી વ્યવસ્થાપક ઉપતંત્રી, તંત્રી વગેરે જ ેઓ नवजीवनમાં ગોઠવાઈ ગયા છે તેની પ્રતિજ્ઞા છે. ‘સિક્યુરિટી’ કે શરીર બચાવવા ખાતર કહે વાનું કહે તાં આંચકો नवजीवन નહીં જ ખાય. પણ સત્ય કહે તાં વિનયનો ત્યાગ નહીં થાય. नवजीवनમાં ક્યાંયે વગર વિચાર્યું વાક્ય નહીં હોય, નકામું વિશેષણ નહીં હોય, ખરું જોતાં સત્યને વિશેષણના શણગારની જરૂર હોતી નથી. શુદ્ધ હકીકતમાં જ ે કળા છે તે નકામા વિશેષણોથી ખરડાયેલી હકીકતોમાં નથી જ હોતી. ગુજરાતની માતાઓ અને ગુજરાતના વિદ્વાન नवजीवनને વધાવો, આશીર્વાદ આપો અને नवजीवन તેમના આશીર્વાદને યોગ્ય થાઓ એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરું છુ .ં [નવજીવન, તા. ૭-૦૯-૧૯૧૯]

268

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


નવજીવનનો વિકાસ ને ધર્મ1 સરદાર પટેલ ભાઈ જીવણજી, નવજીવનના કાર્યવાહકો અને ભાઈઓ,1 આજ પ્રાત:કાળે આ જ સ્થાને એક સંકલ્પ પૂરો થાય છે ને તેની વિધિ આજ આપણે સૌ કરીએ છીએ તેથી મને અતિશય આનંદ થાય છે. જ્યારે પહે લા આ મુદ્રણાલયનો જન્મ થયો હતો ત્યારે ત્યાં જવાનું મન થાય તેવું ન હતું. પાનકોરના નાકા ઉપર ગંદકીથી ભરે લી જગામાં જૂ નુંપુરાણું મકાન હતું. તેમાં સ્વામી આનંદ નાનું જૂ નું છાપખાનું ખરીદ કરી બેઠો હતો. તે અને તેના સાથીઓ દિવસરાત મહે નત કરતા હતા. હં ુ પણ ત્યાં અવારનવાર જતો હતો. પણ જ્યારે ગાંધીજી આશ્રમમાં આવ્યા અને 1.   નવજીવનના મકાનની ઉદ્ઘાટનવિધિ પ્રસંગે (૩૧-૧૦-૧૯૫૦) સરદાર વલ્લભભાઈ પટેલે અાપેલું ભાષણ.

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

તેમની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે પોતાના વિચાર ને પ્રવૃત્તિની માહિતી લોકોને કઈ રીતે મળે તેનો ખ્યાલ કરી છાપખાનું કાઢવાનું નક્કી કર્યું. ગાંધીજી આફ્રિકામાં એ જ રીતે इन्डियन ओपीनियन ચલાવતા હતા. ત્યાં પણ જ ે આશ્રમ ખોલ્યો હતો તે છે અને પ્રેસ ચાલે છે. અહીં જ્યારે નવા આશ્રમના મકાનમાં ગયા અને તેમની પ્રવૃત્તિઓ એક સ્થાનમાં નહીં પણ સારા હિં દમાં પ્રસરવા લાગી ત્યારે સહુને તેમના ભેળસેળ વિનાના સ્વચ્છ વિચારો મળે તે માટે પ્રયત્ન કર્યો. એક પણ લેખ કે ભાષણ પોતે જોયા વિના છપાવા દેતા નહીં. તેથી પોતાના પ્રેસની જરૂર હતી. બીજી જગાએ ગયા ત્યાં પણ અનુકૂળતા નહોતી. તેમની પ્રવૃત્તિ એવી હતી કે તેનો વિસ્તાર કરવો એ કઠણ હતું. છાપખાનાનું કામ કાં તો વેપારી દૃષ્ટિએ, એટલે છાપું ચાલે તે માટે જાહે ર 269


ખબરો લેવામાં આવે તો આગળ ચાલે એ છાપાંવાળા જાણે છે. છાપાનો નિભાવ મોટે ભાગે જાહે ર ખબરની આવકમાંથી થાય. હાનિકારક જાહે ર ખબરનો ઉપયોગ પણ ઘણી વાર કરવામાં આવે છે. નૈતિક પતન થાય તેવી જાહે ર ખબર પણ મોટે ભાગે ઘણા લે છે. જ્યારે ગાંધીજીએ યંગ ઇન્ડિયા શરૂ કર્યું ત્યારે એક નિશ્ચય કર્યો કે આપણા છાપામાં કોઈ જાહે ર ખબર ન જોઈએ. ને જાહે ર ખબર ન લેતાં છાપું પગભર ન થાય તો બંધ કરવું. લોકોને આપણા વિચાર ગમતા નથી તો જબરજસ્તીથી લાદવાનો અર્થ નથી. પણ જો આપણા વિચાર લોકોને પસંદ પડશે તો વ્યાપારી દૃષ્ટિએ કામ કરવાની જરૂર નહીં રહે . હિં દને સ્વરાજ્યની લડતને માટે જાગ્રત કરવું, તૈયાર કરવું ને તેની સાથે હિં દનું નૈતિક બળ વધે એ પ્રકારનું કામ એ કરતા હતા. તેથી છાપું કાઢ્યું ત્યારથી કોઈ, नवजीवन, यंग इन्डिया કે हरिजन પત્રોનો અભ્યાસ કરે તો માલૂમ પડે કે મનુષ્યજીવનની ઉન્નતિનું એક પણ અંગ એવું નથી જ ેમાં તેમણે પોતાના વિચારો ન આપ્યા હોય. ને તે સામાન્ય માણસ વિચારે છે તેથી જુ દી જ રીતે જ ે આ દુનિયામાં સ્વચ્છ જીવન ગાળવા ઇચ્છે છે તેને ઘણું કરવાનું તેમાંથી મળે છે. ઘણા વખતથી નવજીવન મુદ્રણાલયને રહે વાનું ઘર હોવું જોઈએ ને કાર્યવાહકોને પણ ઠીક રહે વાનાં મકાન માટે ગોઠવણ કરવી જોઈએ એમ ગાંધીજી કહે તા હતા. જ ેલમાં પણ અમે એ બાબત વાત કરે લી. એમની આજ્ઞાથી મેં એ બોજો ઉઠાવ્યો. બચપણમાં નવજીવનને પાળી પોષી મોટુ ં કરનાર સ્વામી આનંદ છે. તેણે મહે નત ખૂબ કરી છે. ને ગાંધીજીની પાસે રહી તેવાં કામ કરવાં બહુ કઠણ હતાં. તે નાનામાં નાની ભૂલ પણ ચાલવા ન દેતા. મહાદેવ ને સ્વામી આનંદ તેની પાછળ ધ્યાન આપતા ને બંને એકબીજાની ભૂલ સુધારે તેવા હતા. 270

છાપાનો નિભાવ મોટે ભાગે જાહેર ખબરની આવકમાંથી થાય. હાનિકારક જાહેર ખબરનો ઉપયોગ પણ ઘણી વાર કરવામાં આવે છે. નૈતિક પતન થાય તેવી જાહેર ખબર પણ મોટે ભાગે ઘણા લે છે. જ્યારે ગાંધીજીએ યંગ ઇન્ડિયા શરૂ કર્યું ત્યારે એક નિશ્ચય કર્યો કે આપણા છાપામાં કોઈ જાહેર ખબર ન જોઈએ. ને જાહેર ખબર ન લેતાં છાપું પગભર ન થાય તો બંધ કરવું

જીવણજી, નરહરિ, કાકાસાહે બ પછી આવ્યા. અસલ તો સ્વામી આનંદ ને મહાદેવની તે કૃ તિ છે. ૧૯૨૮માં હં ુ તેમાં દાખલ થયો ત્યારથી મને પણ વિચાર થતો હતો કે આ મુદ્રણાલયના સ્થાન માટે ક્યાંક જગા પસંદ કરવી જોઈએ. પાસે વિદ્યાપીઠ છે ને શહે રમાંથી બહાર આશ્રમ ને વિદ્યાપીઠની વચ્ચે જગા મળે તો સારું કારણ કે આ સંસ્થાઓ તો બધી પૂજ્ય બાપુનાં સ્મારક રહે વાની. હં ુ મ્યુનિસિપાલિટીમાં ચૅરમૅન હતો ત્યારે ટાઉન પ્લૅનિંગનું કામ કરતાં મારા ધ્યાનમાં આ જગા આવી. અહીં તળાવ હતું. મેં પ્રયત્ન કર્યો. નવજીવનની મહે નતથી, પ્રધાનોની મદદથી—પ્રધાનો પણ આપણા આવ્યા નહીંતર આ જગા મળત નહીં—મોરારજીભાઈ આવ્યા ત્યારે રીતસરના દામ આપીને ખરીદ કરી. હં ુ માનું છુ ં કે બાપુના આત્માને એક પ્રકારની શાંતિ થશે. પણ મને એક પ્રકારનો ઉજાગરો થયો છે તે મારે વ્યક્ત કરવો જોઈએ. તમે નિવેદનમાં જોયું કે પંદર લાખ રૂપિયાનું દેવું છે. તે પતે નહીં ત્યાં સુધી નિદ્રા આવવી મુશ્કેલ છે. બાપુ દેવું સહન નહીં કરે . આપણે પણ ન સહન કરવું જોઈએ. માટે થોડી [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


મહે નત વધારે કરીને દેવામાંથી છૂટી જવું જોઈએ. જ ેટલા નિર્દોષ રસ્તા લઈ શકાય, મર્યાદાની બહાર જઈને પણ, તે લઈને દેવું પતાવી દેવું જોઈએ. મારી ઉમેદ છે કે આપણે ઝપાટાબંધ તેનો ઉકેલ કરી શકીશું. બાપુએ વીલમાં લખ્યું છે કે મારી સ્થાવર–જંગમ જ ે મિલકત હોય તે નવજીવનને મારા વારસ તરીકે સોંપું છુ .ં સ્થાવર મિલકત તો તેમના ચિરકાળ રહે તેવા પવિત્ર વિચારો, પણ જંગમ તો છે નહીં. એમના વિચારોનો પ્રચાર જ ેટલો થઈ શકે અને કોઈ પણ વેપારી બુદ્ધિનું કામ ન થાય, બની શકે તેટલું સસ્તું સાહિત્ય આ સ્થાનેથી નીકળતું રહે , તે અમારો વારસો છે. સ્થાવર–જંગમ મિલકત તો રાખી નથી ને અસલના સાથીઓને બાપુ તે રાખવા ન દેતા. જ ે રાતદિવસ તેમની સાથે કામ કરનાર હતા તેમને પ્રતિજ્ઞા લેવડાવી છે કે કોઈ પ્રકારની મિલકત ન રાખવી. મિલકત એ વળગણ છે. ને તેને લઈને જાહે ર કામ કરનારાઓને મુશ્કેલી આવે છે ને અસ્વચ્છતા આવે છે. તેમણે ન રાખ્યું; બીજાને પણ ન રાખવા દીધું. પણ તેનો કોઈને અફસોસ નથી. આ જ ે વારસો અમને આપ્યો છે તેનો સદુપયોગ કઈ રીતે કરી શકીએ એ મોટી જોખમદારી છે. ઘણા માણસો બાપુની ચોપડીઓ, લેખો, વિચારો, નોંધો, વગેરેનો ઉપયોગ પોતે સ્વતંત્ર રીતે કરવા માગે છે. તેઓ નવજીવન સાથે ઝઘડો કરે છે. કારણ એ જાણતા નથી. ને માને છે કે અમારામાં વારસ થવાની યોગ્યતા નથી. પણ બાપુ લખીને મૂકી ગયા એટલે અમે યોગ્ય કે અયોગ્ય પણ તેના વારસ થઈ પડ્યા છીએ. માટે હં ુ તે બધાને વિનંતી કરું છુ .ં અમારી ઉપર ગુસ્સો કરી પોતાની ઇચ્છા મુજબ પ્રયોગો કરવા, પુસ્તકો, લેખો, પત્રો છપાવવાનો પ્રયત્ન કરવો એ તેમની ઇચ્છાની વિરુદ્ધ છે. જો તમે તેમના વિચારને માન આપતા नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

મિલકત એ વળગણ છે. ને તેને લઈને જાહેર કામ કરનારાઓને મુશ્કેલી આવે છે ને અસ્વચ્છતા આવે છે. તેમણે ન રાખ્યું; બીજાને પણ ન રાખવા દીધું. પણ તેનો કોઈને અફસોસ નથી. આ જે વારસો અમને આપ્યો છે તેનો સદુપયોગ કઈ રીતે કરી શકીએ એ મોટી જોખમદારી છે

હો તો જ ેવા છીએ એવા અમે જ કરીએ ને નવજીવનની મારફત થાય એ જોવું પડશે. અમે ટ્રસ્ટી છીએ એટલે અમે ટ્રસ્ટના કાયદાકાનૂન પ્રમાણે કામ કરવાના. ઘણા કહે છે કે ગાંધીજી આમ ન કરતા. પણ મારો અનુભવ છે કે જ ેટલા કામમાં તેમણે મને ટ્રસ્ટી તરીકે મૂક્યો હતો તેમાં કાયદાકાનૂન પ્રમાણે કરવું તેમાં મને સાથ આપતા હતા. જો કોઈ તે કાયદાનો ભંગ કરશે ને બાપુના સાહિત્યનો ઉપયોગ કરશે, મિત્રો પણ, તો લાચારીથી કોર્ટમાં જવું પડશે. ટ્રસ્ટીઓએ કાયદાનો અમલ કડક રીતે કરવો જોઈએ. ઝઘડો થયો છે, ભવિષ્યમાં થવા સંભવ છે. કેટલાક કહે છે કે તે તે કામ વધારે સસ્તું ને જલદી કરી આપશે. બની શકે. તેઓ વધારે લાયક પણ હોય. પણ તે વારસ નથી. એટલે તેનો હક્ક નથી ને જ ે વારસ છે તેમને સાથ આપવો તે તેમનું કામ છે. દીર્ઘદૃષ્ટિથી વિચાર કરી તેમણે (ગાંધીજીએ) આ કર્યું છે. કસ્તૂરબા ટ્રસ્ટ માટે પણ કેટલાક કહે છે કે અમે પૈસા ઉપર બેસી ગયા છીએ. પણ તે બરાબર નથી. અમે પણ ગાંધીજી સાથે જિંદગી સુધી રહ્યા 271


છીએ. જો પૈસાનો સદુપયોગ ન થાય તો રાખી મૂકવા. જ્યાં સુધી તે જીવતા હતા ત્યાં સુધી તે વહીવટ કરતા. તે પ્રથા મૂકી ગયા છે કે પૈસાનો સદુપયોગ ન થાય તો તેને રાખી મૂકવા. તેનો દુરુપયોગ થાય અથવા હે તુ પાર ન પડે તો તે કામ કરવું નહીં ને રહે વા દેવું. ગામડાંની સ્ત્રીઓને ને બાળકોને મદદ મળે તેને માટે સ્વયંસેવિકાઓ, દાયણો, દાક્તરો તૈયાર કરવાં તેમાં વખત લાગે છે. તેનું કામ ધીમે ધીમે ઠીક ચાલે છે. એ જ પ્રમાણે ગાંધીજીનો સ્મારક ફાળો કર્યો. લોકો કહે છે, પૈસાનું શું કરશો? લોકોને પૈસો દેખે ત્યાં અકળામણ થાય છે—પોતાના નહીં, પારકાના. તેમણે સમજવું જોઈએ કે ગાંધીજીના નામે ઉઘરાવેલા ફાળાનો એ ન ઇચ્છે એ રીતે ઉપયોગ ન થવો જોઈએ. એટલે તેના પણ ટ્રસ્ટીઓ છે તે વિચાર

કરીને યોગ્ય લાગે તેમ કરે છે. તેમ નવજીવનનું સાહિત્ય પણ એક ટ્રસ્ટના હાથમાં છે. કમનસીબે તેનો હં ુ ચૅરમૅન છુ .ં એમાં મોરારજી, જીવણજી પણ છે. એનું વસિયતનામું છે, એ પ્રમાણે કરવાનું છે. તે સાહિત્યનો જ ેટલો વિશાળ પ્રચાર થાય તેટલો કરવા કોશિશ કરવી. તેમાં પૈસા મેળવવાનો લોભ નથી. તેનો થોડો હિસ્સો દરિદ્રનારાયણ માટે— હરિજન માટે—છે. મારી ઉમેદ છે કે આ મકાન બંધાયું છે તેની અંદર જીવણજી ને તેના જ ે સાથીઓ કામ કરે છે તે દિવસ જશે તેમ વધારે ખંતથી કામ કરશે અને જલદીથી દેવામાંથી મુક્ત થશે. ઈશ્વર એમાં સફળતા આપો. [હરિજનબંધુ, તા. ૪-૧૧-૧૯૫૦] o

नवजीवनની લોકપ્રિયતા नवजीवन શરૂ કરવા પહેલાં, ગાંધીજીએ એ અંગે એક પત્રિકા બહાર પાડી હતી. તેમાં આઠ પાનાંનું नवजीवन કાઢવાનું તેમણે જણાવ્યું હતું. પરંતુ नवजीवनનો પહેલો જ અંક સોળ પાનાંનો નીકળ્યો  : “नवजीवन કાઢતી વેળા પ્રતિજ્ઞા આઠ પાનાંની હતી પણ સોળ પાનાં આપવાના સંજોગો બની શક્યા, તેથી સોળ પાનાં આપ્યાં.” એ પછી, એકબે બાર પાનાંના અંકો બાદ કરતાં, नवजीवनના ૩૩માં અંક સુધી બધા અંકો સોળ પાનાંના નીકળ્યા. नवजीवनનું વાર્ષિક લવાજમ સાડા ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું હતું અને છૂટક નકલની કિંમત એક આનો રાખવામાં આવી હતી. એ જ રીતે यंग इंडियाનું લવાજમ પાંચ રૂપિયા અને છૂટક નકલની કિંમત બે આના રાખવામાં આવી હતી. એ વખતે મહાયુદ્ધને કારણે કાગળો ખૂબ મોંઘા હતા, પણ કંઈક બિનઅનુભવને કારણે, લવાજમ ઘણું જ ઓછું રાખવામાં આવ્યું હતું. પરિણામે, नवजीवन ઉત્તરોત્તર લોકપ્રિય થતું ગયું અને તેની નકલો વધુ ને વધુ ખપતી જતી હતી અને થોડા જ વખતમાં તેનો આંકડો નવ હજાર સુધી પહોંચ્યો. [‘નવજીવન વિકાસવાર્તા’માંથી]

272

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીનાં પુસ્તકો મણિલાલ ભ. દેસાઈ નવજીવનનું મુખ્ય કાર્ય ગાંધીજીનાં લખાણો પ્રગટ કરવાનું છે. એટલે એનાં પ્રકાશનોમાં ગાંધીજીનાં લખાણોના સંગ્રહો મુખ્ય હોય એ સમજી શકાય તેમ છે. એટલે એની પ્રકાશન પ્રવૃત્તિમાં પ્રથમ આપણે ગાંધીજીનાં પુસ્તકો જોઈશું. ૧૯૪૮માં ગાંધીજીનાં કેટલાંક મૂળ પુસ્તકો પ્રથમ વાર પ્રગટ થયાં. ગાંધીજીએ ૧૯૩૨ સાલની જ ેલમાં સત્યાગ્રહ આશ્રમનો ઇતિહાસ લખવા માંડ્યો હતો પણ તે પૂરો કરી શક્યા નહોતા. બહાર નીકળ્યા પછી તો તેમને એવાં કામ માટે અવકાશ પણ મળવો મુશ્કેલ હતો. તે ઇતિહાસની કાકાસાહે બે નકલો કરાવી લીધી હતી. તે રૂપે એ સચવાઈ રહ્યો હતો. તે અધૂરો ઇતિહાસ અપૂર્ણ રૂપે પણ પ્રજા સમક્ષ મૂકવો જોઈએ એમ વિચારી ૧૯૪૮માં એ सत्याग्रहाश्रमनो इतिहास એ નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યો. એની પ્રસ્તાવનામાં એ ઇતિહાસનું મહત્ત્વ દર્શાવી કાકાસાહે બે કહ્યું છે કે, “ભૂતકાળના એક બોધપ્રદ પ્રયોગના કેવળ બયાન તરીકે આ ચોપડી તરફ જોવાનું નથી. પણ રાષ્ટ્રપિતાએ હવે પછીની પાંચસો વરસની રાષ્ટ્રીય સાધનાને અર્થે આદરે લા એક પ્રેરણાદાયી પ્રયોગ તરીકે એનું અધ્યયન કરીને એમાંથી સંકલ્પબળ કેળવવા માટે આ ઇતિહાસનું અધ્યયન થવું જોઈએ. સન ૧૯૩૩માં જ ે પ્રયોગ ખંડિત થયો તે અનેક રૂપે, ઠેકઠેકાણે આખા દેશમાં ફરી શરૂ થવો જોઈએ, તો જ હિં દુસ્તાનનો પણ નવો અગ્નિસંભવ થશે.” ૧૯૩૨ના જ ેલવાસ દરમિયાન જ ેમ ગાંધીજીએ सत्याग्रहाश्रमनो इतिहास લખ્યો હતો, તેમ એક बाळपोथी પણ તૈયાર કરી હતી. એમાં માત્ર ૧૨ પાઠ છે. પરં તુ એની પાછળ જ ે ક્રાંતિકારી કલ્પના नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

રહે લી હતી તેની સાથે કાકાસાહે બ આદિ તેમના નિકટના સાથીઓ સંમત થઈ શક્યા નહોતા, એટલે એ ત્યારે પ્રગટ થઈ શકી નહોતી. છેક ૧૯૩૭માં ગાંધીજીએ ‘પાયાની કેળવણી’ની વાત કરી ત્યારે પણ એને પ્રગટ કરવાનો વિચાર આવ્યો હતો. એ વિશે શ્રી નરહરિભાઈ કહે છે : “૧૯૩૭માં જ્યારે ગાંધીજીએ પાયાની કેળવણીની વાત કરી ત્યારે મેં એમને કહ્યું કે હવે તમારી બાળપોથી છપાવીએ. એમણે કહ્યું : ક્યાં છે? મારી પાસે તે વખતે મૂળ બાર પાઠો જ હતા. તે એમને બતાવ્યા. ગાંધીજીએ કહ્યું : પણ એની આગળ શિક્ષકોને સૂચના રૂપે મેં લખ્યું છે તે ક્યાં છે? મેં શું લખેલું તે બધું અત્યારે યાદ નથી, પણ એના વિના કેવળ બાર પાઠો છાપવાનો કશો અર્થ નથી. “સૂચનાઓ વગેરેનો એ પ્રાસ્તાવિક ભાગ મારા હાથમાં ન આવ્યો એટલે તે વખતે છપાવવાની વાત રહી. અત્યારે [૧૯૪૮]માં ‘ગાંધીસંગ્રહ’ની ફાઈલોમાંથી એ સૂચનાઓ અને મહાદેવભાઈનો પરિપત્ર મળી આવ્યાં છે તેથી એ બાળપોથી પ્રજા આગળ મૂકી શકાય છે.”

૧૯૩૨ના કારાવાસમાં લખાયેલાં सत्याग्रहाश्रमनो इतिहास અને बाळपोथी ૧૯૪૮માં પ્રગટ થયાં તેમ ૧૯૪૨ના કારાવાસ દરમિયાન લખાયેલી आरोग्यनी चावी પણ એ જ વર્ષે પ્રસિદ્ધ થઈ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં आरोग्य विशे सामान्य ज्ञान નામનું પુસ્તક લખ્યું હતું. તે હિં દમાં પણ પ્રસિદ્ધ થયું હતું. તેને સુધારવાનો વિચાર ગાંધીજી ઘણા વખતથી કરી રહ્યા હતા, પણ અનેકવિધ પ્રવૃત્તિઓ આડે એમને સમય મળતો નહોતો. ૧૯૪૨માં એ આગાખાન મહે લમાં પુરાયા ત્યારે તેમણે આ ઘણા વખતથી ચડી ગયેલું કામ હાથ ધર્યું. જૂ ના પુસ્તકને સુધારવાને 273


બદલે એમણે પોતાના જીવનભરના અનુભવોને આધારે આખું પુસ્તક નવેસરથી જ લખી નાખી એને आरोग्यनी चावी એવું નામ આપ્યું. એ પુસ્તકમાં એમણે આરોગ્ય વિશેના પોતાના વિચારોનો નિચોડ આપી દીધો છે. એનો હિં દી અને અંગ્રેજી અનુવાદ પણ તેમણે સુશીલા નાયર પાસે ત્યાં જ તૈયાર કરાવ્યો હતો. એ અનુવાદ પોતે તપાસી પણ ગયા હતા. ૧૯૪૨માં લખેલું આ પુસ્તક છેક ૧૯૪૮માં તેમના અવસાન પછી જ બહાર પડી શક્યું તેનું કારણ દર્શાવતાં પ્રકાશકે પોતાના નિવેદનમાં કહ્યું   છ ે : “આ ચોપડી ૧૮-૧૨-’૪૨ના રોજ પૂરી થઈ હતી. તો પછી તે આટલી મોડી અને એમના ગયા બાદ કેમ બહાર પડે છે? તેનું કારણ કહે વું જોઈએ. ગાંધીજીને મન તેમના આ લખાણનો વિષય એટલો મહત્ત્વનો હતો કે, તે એને પ્રસિદ્ધ કરવામાં થોભવાનું પસંદ કરતા. તેમને મન આરોગ્ય એક યોગસાધના જ હતી, એમ કહે વામાં કાંઈ ખોટુ ં નથી. ઈ. સ. ૧૯૪૨થી તેઓ આ લખાણને પોતાની પાસે જ રાખતા અને નવરાશ પ્રમાણે ફરી ફરી જોતા રહે તા. રોજ વધતા જતા પોતાના અનુભવનો છેવટનો નિચોડ એમાં આપી શકું તો કેવું સારું ! એમ એમને થતું. હં ુ એ ચોપડી છાપવા માટે અનેક વાર એમને પૂછતો, પણ તે પોતાની વૃત્તિને વળગી જ રહે વાનું વધારે પસંદ કરતા. આથી છેવટે તે ગયા પછી જ હં ુ એ લખાણનો હાથલેખ મેળવી શક્યો.” આ પુસ્તક વિશે ગાંધીજીએ પ્રસ્તાવનામાં કહ્યું     છ ે : “ધ્યાન દઈને વાંચનારને અને પુસ્તકમાં આપેલા નિયમોનો અમલ કરનારને આરોગ્ય જાળવવાની ચાવી મળી રહે શે. ને તેને દાક્તરોના, વૈદ્યોના કે હકીમોના ઉંબરા નહીં ભાંગવા પડે, એવી આશા હં ુ બંધાવી શકું છુ .ં ” ૧૯૪૮થી નવજીવને ગાંધીજીના પત્રોને એકત્ર કરી ગ્રંથસ્થ કરવા માંડ્યા. કેમ કે એમના પત્રો એમના અક્ષરદેહનું એક મોટુ ં અંગ છે. ગાંધીજીએ 274

પોતાના જીવનકાળ દરમિયાન દેશપરદેશની વ્યક્તિઓને લાખેક પત્રો લખ્યા હશે એવો અંદાજ છે. એ પત્રો બધા તો એકત્ર કરવા મુશ્કેલ, પણ જ ેટલા મળી શકે એટલા પણ પ્રજા સમક્ષ મૂકી શકાય તો ગાંધીજીની શીખ અને જુ દા જુદા વિષય પરત્વે એમણે આપેલા અભિપ્રાયો સુલભ બને એ આશયથી નવજીવન ટ્રસ્ટે પત્રોના સંપાદનની વ્યવસ્થા કરી. ગાંધીજીએ બહે નોને લખેલા પત્રોનું સંપાદન શ્રી કાકાસાહે બ કરે એમ ઠર્યું. એ મુજબ કાકાસાહે બે आश्रमनी बहेनोने (૧૯૪૯), कुसुमबहेन देसाईने (૧૯૫૪), कु. प्रभाबहेन कंटकने (૧૯૬૦), गं. स्व. गंगाबहेनने (૧૯૬૦) અને श्री प्रभावतीबहेनने (૧૯૬૬) ગાંધીજીએ લખેલા પત્રોનું સંપાદન કર્યું. ઉપરાંત એમણે બહે ન અમતુસ્સલામ ઉપરના પત્રો પણ સંપાદિત કર્યા તે હિં દીમાં બહાર પડી ગયા છે (૧૯૬૩). શ્રી કાકાસાહે બે તૈયાર કરે લા આ ગ્રંથો ઉપરાંત કુ . મણિબહે ન પટેલે સરદારશ્રી ઉપરના (૧૯૫૨) તેમ જ પોતા ઉપરના પત્રો (૧૯૫૭) સંપાદન કરીને નવજીવનને સોંપ્યા તે પણ પ્રગટ થઈ ગયા છે. એ ઉપરાંત શ્રી છગનલાલ જોશી પરના પત્રોનો સંગ્રહ ૧૯૬૨માં અને શ્રી નારણદાસ ગાંધી ઉપરના પત્રો બે ભાગમાં-પહે લો ભાગ ૧૯૬૪માં અને બીજો ૧૯૬૫માં— બહાર પડ્યા છે. આ ઉપરાંત ત્રણ સંગ્રહો અંગ્રેજીમાં બહાર પડ્યા છે : મીરાંબહે નને લખેલા Bapu’s Letters to Mira નામે (૧૯૪૯), એસ્થર ફે રિંગને લખેલા ‘My Dear Child’ નામે (૧૯૫૬) અને રાજકુ મારી અમૃતકોરને લખેલા Letters to Rajkumari Amrit Kaur નામે (૧૯૬૧). નવજીવને પોતે સંપાદન કરાવીને પ્રસિદ્ધ કરે લા આ પત્ર-ગ્રંથો ઉપરાંત શ્રી ઘનશ્યામદાસ બિરલા સાથેનો પત્રવહે વાર महात्माजीनी छायामां (૧૯૫૬) અને શ્રી જમનાલાલ બજાજ ઉપરના પત્રો पांचमा पुत्रने बापुना आशीर्वाद (૧૯૫૭) પણ નવજીવને [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ભાષાંતર રૂપે પ્રસિદ્ધ કર્યા છે. હિં દુસ્તાનમાં ગાંધીજીને પહે લી વાર જ ેલ જવાનું ૧૯૨૨માં આવ્યું. તેમને છ વરસની સજા થઈ હતી. તે વખતના પોતાના જ ેલના અનુભવો એમણે લખ્યા છે તે ૧૯૨૫માં પુસ્તક આકારે यरवडाना अनुभव એ નામે પ્રસિદ્ધ થયા હતા. એ પુસ્તક ઘણા વખતથી અપ્રાપ્ય બન્યું હતું. ૧૯૫૬માં તેને ફરી પ્રગટ કરવામાં આવ્યું. એ બીજી આવૃત્તિ કરતી વખતે ગાંધીજીની ધરપકડ થઈ ત્યારથી માંડીને તેમને સજા થઈ ત્યાં સુધીનો કડીબદ્ધ હે વાલ, તેમણે કોર્ટમાં કરે લું ઐતિહાસિક નિવેદન તથા જ ે લેખો લખવા બદલ તેમના પર કેસ ચલાવવામાં આવ્યો હતો તે લેખો ઉમેરીને પુસ્તકની પૂર્વભૂમિકા પૂરી કરી લેવામાં આવી. હિં દુસ્તાનના પ્રથમ જ ેલવાસનાં સ્મરણો પ્રગટ કર્યા પછી ૧૯૫૯માં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વેઠલ ે ા ચાર કારાવાસોના અનુભવો નવજીવન તરફથી मारो जेलनो अनुभव એ નામે પ્રગટ થયા. આમ ગાંધીજીએ વેઠલ ે ી જ ેલોનાં એમણે લખેલાં સ્મરણો બે પુસ્તકોમાં થઈને પ્રજા સમક્ષ આવી ગયાં છે. દક્ષિણ આફ્રિકાના જ ેલના અનુભવો છાપ્યા પછી, નવજીવન ટ્રસ્ટે વિચાર્યું કે આફ્રિકામાં ગાંધીજીએ શરૂ કરે લા इन्डियन ओपीनियन માટે એમણે ટૉલ્સ્ટૉયની કેટલીક વાર્તાને સરળ ભાષામાં રજૂ કરી હતી, એ વાર્તાઓને નાનાં નાનાં પુસ્તકો રૂપે સુલભ કરવી જોઈએ. એ મુજબ ૧૯૬૪માં ટૉલ્સ્ટૉયની પ્રસિદ્ધ વાર્તા इवान ध फूलનું રૂપાંતર मूरखराज નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યું. તે ઉપરાંત નવજીવને ગાંધીજીના વિવિધ વિષયો પરના વિચારોની વિષયવાર ગોઠવણી કરીને તે પ્રસિદ્ધ કરવાનું કામ પણ ચાલુ રાખ્યું છે. તેમાં બધાં પુસ્તકો ગણાવતાં લંબાણ થાય એટલે એમાં જ ે મુખ્ય મુખ્ય પુસ્તકો છે તે જોઈએ. ૧૯૫૦માં धर्मात्मा गोखले પ્રસિદ્ધ થયું. એમાં नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

ગોખલેજી વિશે ગાંધીજીનાં લખાણો અને ભાષણનો સંગ્રહ છે. એ જ વરસે ગાંધીજીના પાયાની કેળવણી વિશેના લેખોનો સંગ્રહ पायानी केळवणी પ્રગટ થયો. ૧૯૫૭માં એક મહત્ત્વનો સંગ્રહ પ્રગટ થયો તે सत्य ए ज ईश्वर છે એમાં ગાંધીજીના ઈશ્વર, ઈશ્વરનો સાક્ષાત્કાર અને ઈશ્વરમય જીવન વિશેનાં લખાણો છે. એની પ્રસ્તાવનામાં રાજાજીએ કહ્યું છે : “આપણા રાષ્ટ્રપિતા કેવા પ્રકારના પુરુષવિશેષ હતા તે સમજવા માગનારે આ પુસ્તક વાંચવું જોઈએ — આપણાં શાસ્ત્રોમાં અથવા બીજા ધર્મગ્રંથોમાં ન હોય એવું ધર્મ વિશેનું કંઈ પણ શીખવાની કોઈને ઇચ્છા ન હોય એમ બને. પણ આપણે જ ેને ચાહતા હતા અને આપણું રાષ્ટ્ર જ ેનું ઋણી છે એવા એક વિરલ મહાપુરુષના માનસના એક પાસાનું આપણને અહીં દર્શન થાય છે. ધાર્મિક શિક્ષણના પુસ્તક ઉપરાંત પણ એનું મૂલ્ય વિશેષ   છ.ે ” ૧૯૫૯માં संयम अने संततिनियमन નામનું પુસ્તક પ્રગટ થયું. એમાં ગાંધીજીના એ વિષયની છણાવટ કરતા લેખો એકત્ર કરીને આપવામાં આવ્યા છે. સરકારે વસ્તીવધારાનો હાઉ આગળ કરીને સંતતિનિયમનનો પ્રચાર આરં ભ્યો હતો. ગાંધીજી શરૂથી જ તે પદ્ધતિના વિરોધી હતા અને એમના વિરોધ પાછળ સબળ નૈતિક અને ધાર્મિક કારણો રહે લાં હતાં, એ બતાવી આપવા માટે એમના બધા લેખોનો વ્યવસ્થિત સંગ્રહ કરવાની જરૂર હતી. એ પહે લાં નવજીવને ઘણાં વર્ષો પર આ જ વિષય પરના લેખોનું नीतिनाशने मार्गे નામનું એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું, એની પણ બાર આવૃત્તિ થઈ છે. એ પછી ૧૯૬૧માં ગાંધીજીના ગામડાંને લગતા લેખોનો સંગ્રહ गामडांनी पुनर्रचना નામે પ્રગટ થયો અને બીજ ે વરસે યુનેસ્કોએ ગાંધીજીના જીવન અને વિચારનો પરિચય આપવા ગાંધીજીનાં લખાણોમાંથી સંકલન કરીને All Men are Brothers નામે એક પુસ્તક તૈયાર કરાવ્યું હતું તેનો અનુવાદ आपणे सौ 275


एक पितानां संतान નામે પ્રગટ થયો. એ જ વરસે ખાદી અંગેનાં ગાંધીજીનાં લખાણોનો સંગ્રહ खादी शा माटे? પ્રગટ થયો. ૧૯૬૩માં ग्राम स्वराज અને मारा स्वप्ननुं भारत નામના સંગ્રહો પ્રગટ થયા, અને ૧૯૬૪માં सर्वोदय दर्शन નામે સર્વોદય વિચારનાં લખાણોનો સંગ્રહ પ્રસિદ્ધ થયો. ૧૯૬૭થી નવજીવને ગાંધીજીનાં લખાણો પ્રસિદ્ધ કરવાની એક મોટી યોજના આરં ભી છે. એ યોજના તે ‘ગાંધીજીનો અક્ષરદેહ’. એ એક મોટી યોજના છે. ગાંધીજીનાં ઢગલાબંધ લખાણો, ભાષણો, પત્રો વગેરે મેળવી, એની પ્રમાણભૂતતાની ખાતરી કરી, સમયાનુક્રમ પ્રમાણે ગોઠવી, સંપાદિત કરી, વ્યવસ્થિત રૂપે સુલભ કરી આપવાં એ કસોટી કરે એવું કાર્ય છે છતાં ભારત સરકારે રાષ્ટ્રપિતા પ્રત્યેનું પોતાનું ઋણ ચૂકવવાની અને દેશની પ્રજા પ્રત્યેની પોતાની નૈતિક ફરજ અદા કરવાની ભાવના સાથે એ કાર્ય ઉપાડ્યું છે અને ૧૯૫૮થી અંગ્રેજી અને હિં દીમાં ગ્રંથશ્રેણી પ્રગટ કરવા માંડી છે. એ ગ્રંથશ્રેણીને ગુજરાતીમાં ઉતારવાની નવજીવન ટ્રસ્ટે પોતાની ફરજ માની ૧૯૬૭થી એ કાર્યનો પ્રારં ભ કર્યો. આ ગ્રંથશ્રેણી એટલી મહત્ત્વની અને એવી મહત્ત્વાકાંક્ષી છે કે એ વિશે રાજ ેન્દ્રપ્રસાદ તથા જવાહરલાલનાં વચનો ઉતાર્યા વિના અમે રહી શકતા નથી. રાજ ેન્દ્રપ્રસાદે પહે લા ગ્રંથમાં ગાંધીજીને ભાવભરી અંજલિ આપતાં કહ્યું છે : “ગાંધીજીનાં લખાણો અને ભાષણોના આ સંગ્રહોનું નિઃશંક તેમ જ શાશ્વત મૂલ્ય દેખીતું છે. કંઈ નહીં તો છ દાયકા પર ફે લાયેલા, અસાધારણ માનવભાવથી અને ઉગ્ર કર્મથી ભરે લા સાર્વજનિક જીવનને આવરી લેતા ગુરુના શબ્દો અહીં સંઘરાયા છે. એ શબ્દોએ એક અનન્ય પ્રવૃત્તિને ઘડી અને પોષી અને સફળતાને આરે પહોંચાડી, અસંખ્ય વ્યક્તિઓને પ્રેરણા આપી અને પ્રકાશ આપ્યો, નવજીવનનો રસ્તો ખેડ્યો અને દર્શાવ્યો, આધ્યાત્મિક અને સનાતન, સ્થળકાળથી પર અને 276

સમગ્ર માનવજાતિનાં તેમ જ સર્વ યુગોનાં લેખાય એવાં સંસ્કારનાં મૂલ્યો વિશે આગ્રહ સેવ્યો. તેથી તે શબ્દોને સંઘરીને સાચવવાનો પ્રયાસ થાય છે તે તદ્દન યોગ્ય છે… “હં ુ ખાતરી આપું છુ ં કે આ ગ્રંથશ્રેણીમાં પ્રતિબિંબિત થતા ગાંધીજીના જીવનપ્રવાહમાં જ ે કોઈ ડૂ બકી મારશે તેને બહાર નીકળતાં નિરાશા થવાની નથી કેમ કે અહીં એક એવો છૂપો ખજાનો સંઘરાયેલો છે કે જ ેમાંથી હરકોઈ પોતાને રુચે તેટલું, પોતાની શ્રદ્ધા અને શક્તિ અનુસાર લઈ શકશે.” પંડિત જવાહરલાલે પ્રથમ ગ્રંથના પરિચયમાં લખ્યું છે : “આ કાર્ય આપણે પૂજ્ય ભાવથી હાથ ધરીએ, જ ેથી પોતાના પ્રકાશથી આપણી પેઢીને ઉજાળનારા અને આપણને રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય અપાવનારા જ નહીં પણ માનવ પ્રકૃ તિના ઊંડાણમાં રહે લા, માનવને મહાન બનાવનારા ગુણોને પારખવાની અંતર્દૃષ્ટિ પણ આપનારા આપણા પ્યારા નેતાની કંઈક ઝાંખી આપણી ભાવિ પેઢીઓને થતી રહે . એવો એક પુરુષ આપણી ભારતભૂમિ પર દેહ ધરીને વિચરતો હતો અને આપણા લોકો પર જ નહીં, સમગ્ર માનવજાત પર પોતાના પ્રેમ અને સેવાભાવની વર્ષા વરસાવતો હતો તે જાણીને હવે પછીના જમાનાઓમાં લોકો અચરજ પામતા રહે શે.” આ ગ્રંથમાળામાં આજ સુધીમાં ગુજરાતીમાં ૧૪ ગ્રંથો1 પ્રગટ થઈ ગયા છે અને બીજા ગ્રંથોનું મુદ્રણ ચાલે છે. આ ગ્રંથશ્રેણી પૂરી થતાં રાષ્ટ્રપિતાનો અક્ષરદેહ આપણને અને ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપવા હં મેશાં હાથવગો રહે શે. આપણા રાષ્ટ્રપિતા કેવા વિરલ પુરુષ હતા તેનો પણ એ ગ્રંથો પરથી ખ્યાલ આવશે. [નવજીવન વિકાસવાર્તા  માંથી] 1. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના ગુજરાતીમાં અત્યાર સુધી ૮૨ ગ્રંથ પ્રગટ થઈ ચૂક્યા છે. [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


વકીલનો ધંધો - કે વો છે ? રાજ ેન્દ્રપ્રસાદ

મુકરદમાખોરીથી હિન્દુસ્તાન બરબાદ થઈ રહ્યું

છે. દેશ આટલો નિર્ધન થઈ ગયો હોવા છતાં કોરટો અને મુકરદમાઓ પાછળ આજ જ ેટલો ખરચ થાય છે તેટલો બીજા કશા પાછળ નહીં થતો હોય. અદાલતોની જ ે પ્રથા ચાલુ છે તેમાં પાણીની પેઠ ે પૈસો વાપર્યા વિના એક તણખલું સરખું આમથી તેમ નથી થઈ શકતું. સૌ પહે લું તો મંગલાચરણ તરીકે જ દાવો દાખલ કર્યાની ફી જ ે કોર્ટ ફી કહે વાય છે તે ભરવી પડે છે. એની રકમ પણ ઠીક જાડી હોય છે. આ ઉપરાંત કોર્ટમાં એવા કેટલાએ નાના અમલદારો પડેલા હોય છે જ ેમને ‘નૈવેદ્ય’ ન ધરવામાં આવે તો બધું કામ કથળી જાય અને એક ખરચવાથી ચાલે એવું હોય ત્યાં બે ખરચવાનો વારો આવે છે. કોર્ટ ફીમાંથી સરકારને જ ે આવક થાય છે એમાંથી અદાલતોનો બધો ખરચ નીકળી રહે વા ઉપરાંત સરકાર પાસે બચત રહે છે અને કેટલાક પ્રાંતોમાં તો આવી આવક વરસોવરસ વધી રહી છે. વકીલ બારિસ્ટરોની ફીની તો વાત જ પૂછો મા. એમને જ ે ફી મળે છે એનો નથી કોઈ અડસટ્ટો કે નથી હદ. જ ેનું તીર એકવાર લાગ્યું એ પછી જોઈએ તો પાવડા ખંપાળીથી ધન ઢસડે અને જ ે કમબખ્ત રહી ગયો તે મૂઓ પડ્યો. ચાહે તેટલી યોગ્યતા ભલેને હો, કોઈ એનો ભાવ પૂછતું નથી. અને એ યોગ્યતા પણ વળી કઈ? વાદવિવાદના જોર વડે, બુદ્ધિની ચાલાકી વડે, સાચને જૂ ઠ અને જૂ ઠને સાચ કરાવી દેવું! વકીલ બારિસ્ટરોનું કામ એ નથી ગણાતું કે તેઓ સાચનો જ પક્ષ લે. એમનું કહે વું છે કે એ કામ તો જજનું છે. અમારું કામ તો એટલું જ છે કે જ ે પક્ષની બાજુ અમે લીધી હોય તે પક્ષને અનુકૂળ હોય તે બધી બાબતો રજૂ नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

કરવી. જ ે બાબતો વિરુદ્ધની છે તે બતાવવાનું કામ તો સામેવાળાના વકીલનું છે. જો એક પક્ષનો વકીલ બુદ્ધિશાળી અને ચતુર હોય અને બીજા પક્ષનો નબળો હોય તો સારો મુકરદમો પણ માર્યો જાય અને વકીલ બારિસ્ટરોની મોટાઈ, એમનું ગૌરવ, એમાં જ રહે લું છે કે એમનો પક્ષ ગમે તેટલો કમજોર હોય, તોપણ સામાવાળાને હર ઉપાયે હરાવી જીત મેળવવી. અને આ બાબતમાં જ ેની જ ેટલી શક્તિ વધારે તેટલી તેની ફી પણ મોટી. હવે ફી તરફ જરા નજર કરીએ. અદાલતોમાં ઘણું ખરું પાંચ કલાક કામ ચાલે છે. એને માટે ફી આપવામાં આવે છે. પણ આ સિવાય બીજી પણ કેટલીએ જાતની ફીઓ છે જ ેનું વર્ણન અહીં કરશું. ઘણા ખરા મોટા વકીલ બારિસ્ટરોમાં પ્રથમ મુકરદમાના કાગળો વાંચી જવાની જુ દી ફી લેવાનો રિવાજ છે. મુકરદમો જ ેમ મોટો તેમ તેના કાગળો પણ થોકડાબંધ હોય છે. અદાલતમાં દલીલ કરવા સારુ કાગળો વાંચવા જ જોઈએ. કાગળ વાંચ્યા વિના તો મુકરદમો લડી જ કેવી રીતે શકાય? પણ ફી તો કાગળિયાં વાંચી જવા માટે જુ દી અને પછી અદાલતમાં ઊભા રહી દલીલ કરવા સારુ પણ જુ દી આપવી પડે છે! ઘણી વાર એવું બને છે કે એક જ પક્ષ તરફથી બે, ત્રણ કે વધુ વકીલો કામ કરતા હોય છે અને દલીલ તો એકીવારે એક જ જણ કરી શકે છે તેથી બીજાઓ બેઠા બેઠા બોલનાર વકીલને મદદ કરતા રહે છે, પણ તેઓનામાં પણ જો કોઈ નામીચો વકીલ કે બારિસ્ટર હોય છે તો તે પણ કાગળ વાંચવાની જુ દી અને બેસવાની જુ દી એમ ડબલ ફી લે છે! કાગળો વાંચી જવાની ફી પણ થોડી નથી હોતી. સાંભળ્યું છે કે કોઈ જગ્યાએ રૂ. ૫૦,૦૦૦ સુધી પણ કાગળ વાંચવાની ફી 277


અપાઈ છે! અને પૃષ્ઠ દીઠ ૨થી ૫ રૂ. ફી તો સામાન્ય મનાય છે. આમ જ્યારે કાગળો વંચાઈ રહે છે ત્યારે એક જ પક્ષના જ ેટલા વકીલો હોય છે એ બધાને ભેગા થઈને સાથે બેસી મુકરદમાની દલીલ કઈ ઢબે ગોઠવવી એનો વિચાર કરવો જરૂરી હોય છે. આવી રીતે એકઠા મળીને તે એક બીજાના વિચાર ન લે તો બધાની મહે નત અને બુદ્ધિનો લાભ મુકરદમાને ન મળી શકે. વળી મોટા વકીલ બારિસ્ટરોનો તો વખત પણ આવી કોન્ફરન્સ કરી લેવાથી બચી જાય છે; કેમ કે એમ કરવાથી તેમને દરે કને મુકરદમાના કાગળો વાંચી જવાની જરૂર રહે તી નથી, અને જ ે વકીલ કાગળો વાંચી ગયો હોય છે તેણે કરે લાં ટિપ્પણોથી તેઓ મુકરદમો સમજી લઈ પોતાની સલાહ આપે છે. પણ આવી કૉન્ફરન્સને માટે પણ જુ દી ફી આપવી પડે છે. સામાન્ય રીતે કલાકના ૮૫ રૂ. આપવાનો રિવાજ હોય છે. ક્યાંક ક્યાંક વધારે આપવી પડે છે. પણ આ બધી તો અદાલતમાં મુકરદમાની દલીલ પહે લાંની જ વાત થઈ. અદાલતમાં દલીલ કરવાની સાથે વકીલ બારિસ્ટરની ફી દરરોજ ઘણું ખરું ૫૦ રૂપિયા હોય છે અને ઘણી વાર તેઓ એક જ દિવસમાં બે ત્રણ મુકરદમાઓ પણ પતાવે છે! આ વકીલ પણ એક અદાલતમાંની પોતાની દલીલ પૂરી થતાં સામા પક્ષનો વકીલ તેનો જવાબ આપવા લાગે છે એટલે તે સાંભળવા ન થોભતાં બીજી અદાલતોમાંનું પોતાનું કામ કરવા ચાલતો થાય છે અને અસીલ જો સામાવાળાની દલીલ પણ સાંભળવાને વકીલને રોકવા ઇચ્છા કરે તો એને ૫૧૦ ને બદલે ૧૦૨૦ રૂ. આપવા પડે છે! રે ! ઘણીવાર તો એવું બને છે કે ફી ખીસામાં મૂકીને પણ મુકરદમો નીકળે તે વેળાએ વકીલ દલીલ કરવા હાજર નથી થઈ શકતો અને તેને બદલે ફી પાછી આપવી જોઈએ તે પણ નથી આપતા! આ 278

વકીલ બારિસ્ટરોનું કામ એ નથી ગણાતું કે તેઓ સાચનો જ પક્ષ લે. એમનું કહેવું છે કે એ કામ તો જજનું છે. અમારું કામ તો એટલું જ છે કે જે પક્ષની બાજુ અમે લીધી હોય તે પક્ષને અનુકૂળ હોય તે બધી બાબતો રજૂ કરવી. જે બાબતો વિરુદ્ધની છે તે બતાવવાનું કામ તો સામેવાળાના વકીલનું છે

બાબતમાં એક નામાંકિત વકીલના મોઢાંનો એવો બચાવ મેં સાંભળ્યો છે કે “મારી ફી હં ુ પાછી શાનો આપું ? અસીલે મને રોક્યો તે હં ુ અદાલતમાં ઊભા રહીને દલીલ કરીશ જ એ ખાત્રીએ નહીં પણ એટલી જ આશાએ કે મને વખત હશે તો હં ુ મુકરદમો ચલાવીશ!” મતલબ કે વકીલ સામા પક્ષ તરફથી ન ઊભો રહે એટલી જ ખાત્રી મેળવવાને અસીલ એને ફી ભરીને રોકી લે. મુકરદમો એને હાથે ચલાવવાનો તો માત્ર ચાન્સ જ લે. હાઈકૉર્ટ છોડીને બહાર ગામ જવાની તો આ વકીલોની સામાન્ય ફી પહે લા દિવસ માટે રૂપિયા ૫,૦૦૦ અને બીજા દિવસથી રૂપિયા ૧,૫૩૦ હોય છે. સામટા માસિક મહે નતાણાની શરતે કોઈ રોકે તો તે ૫૦થી ૬૦ હજાર લેવામાં આવે છે! આ ઉપરથી એમ નથી માની લેવાનું કે જ ે અસીલ ઉપલી ગજબખોર ફીઓ ભરે છે તે બધા ખુશીથી આપે છે. ગમે તેટલો નબળો મુકરદમો ભલેને હોય અસીલને હં મેશાં એ જ ઉમેદ રહ્યા કરે છે કે પોતે અવશ્ય જીતશે. નીચલી અદાલતમાં નહીં તો ઉપલીમાં. ત્યાં નહીં તો અપીલમાં, છેવટ પ્રિવી કાઉન્સિલમાં, ક્યાંકને ક્યાંક અવશ્ય જીત મળશે. અને જીતવાનો એકમાત્ર ઉપાય એ જ કે [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


સારામાં સારા વકીલ બારિસ્ટરોને રોકવા. આથી જ પોતાનો મુકરદમો સાચો હોય કે જૂ ઠો, વકીલ બારિસ્ટર ઉપર ખરચ કરવામાં અસીલ પાછુ ં વાળીને જોતો નથી. જો પોતે સાચો હોય તો સામા પક્ષના પોતાને જૂ ઠો ઠરાવવાના પ્રયત્નમાંથી બચવાની ખાતર અને પોતે જૂ ઠો હોય તો પોતાના જૂ ઠને સાચ કરાવવાની ખાતર. ન્યાય તોલનારની સ્થિતિ એટલી લાચાર છે, કાયદાની શૈલી એવી જડ છે કે મુકરદમાનું કિસ્મત મોટે ભાગે વકીલોની બુદ્ધિ ઉપર આધાર રાખે છે. પણ હિં દુસ્તાન આ કજિયાખોરીના ખરચથી બરબાદ થઈ રહ્યું છે એ આમ સ્પષ્ટ છતાં આમાં અમારી જ ે સૌથી મોટી હાનિ થઈ છે તે આર્થિક હાનિ નથી. આ અદાલતોને પ્રતાપે આજ આખી હિં દી પ્રજા સત્યનો ત્યાગ શીખી રહી છે. એવો એક પણ મુકરદમો નથી હોતો જ ેમાં બધી સાક્ષી સાચી લેવાતી હોય. સાક્ષી કાનૂન જ એવો છે, કે દેખીતી વાત પણ સહે લાઈથી સાબિત નથી થઈ શકતી. આપણા દેશીઓ એવા ચતુર નથી, અને કાયદાની સમજપૂર્વક બધાં કામ કરતા નથી તેથી જ્યારે કંઈ બાબત અદાલતમાં જાય છે ત્યારે તેઓ

તેમાં રહી ગયેલી ઊણપ જૂ ઠી સાક્ષી વડે પૂરી કરવા માગે છે. અને એ જ કારણે જૂ ઠી સાક્ષીઓનો પાર રહે તો નથી. સારા વકીલ બારિસ્ટરો તો સાક્ષીઓને જૂ ઠી સાક્ષી આપવાનું નથી શીખવતા પણ તેઓ સુદ્ધાં પોતાના અસીલોને એટલું તો જરૂર સમજાવી દે છે કે ફલાણી ફલાણી બાબતોનો પુરાવો રજૂ કરવો પડશે. બસ, અસીલોને પછી જોઈતા પૂરાવાને સારુ ફાવે ત્યાંથી સાક્ષીઓ ઊભા કરવાનું જ બાકી રહે છે. આમ પ્રજાને જૂ ઠ શીખવવાના સીધા નહીં તો આડકતરા દોષમાંથી તો વકીલ વર્ગ નથી જ બચી શકતો. ગામેગામ આવા જૂ ઠ કજીયાઓ ઊભા કરનારા અને મુકરદમાઓ કરાવી તે ઉપર જ પોતાની આજીવિકા કરનાર લોકો આજ ે દેશમાં ઊભા થયા છે. એમનો વ્યવસાય જ એ છે કે લોકોને પરસ્પર લડાવી મારવા અને પોતાની તુંબડી ભરવી. એ જ એમનો જીવનનિર્વાહ છે, એ જ એમની પ્રતિષ્ઠા છે. એમની જાળમાં સપડાઈને અનેક સાદા અને સરળ મનના ગામડિયાઓ પોતાના સર્વસ્વનું પાણી કરીને અદાલતોમાં આયુષ્ય ખુવાર કરે છે અને ધન, મર્યાદા અને ઇમાન ગુમાવી પાછા ફરે છે. [નવજીવન, તા. ૧૦-૧૦-૧૯૧૯]

o

The Law and The Lawyers : M. K. GANDHI Compiled and Edited by S. B. KHER, Rs. 100

This book will have more than served its purpose if it inspires the reader, be he a lawyer or a layman, with the belief that the vocation of the lawyer is an honourable vocation requiring the highest standards of rectitude, integrity and uprightness, and that its practice is in no way inconsistent with the pursuit of truth. [From the Introduction] Sunit B. Kher नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

279


પ્રજાશરીરનો ઘસારો ને નવપલ્લવતા ન્હાનાલાલ દલપતરામ કવિ

હં ુ જ્યારે ૧૦-૧૨ વર્ષનો હતો ત્યારે , એટલે કે

આજથી ૩૦-૩૨ વર્ષો ઉપર, મારી પોળમાં છોકરાઓ રમતા ને છોકરીઓ ગરબા ગાતી. એથી અડધું યે આજ ે છોકરા રમતા નથી — છોકરીઓ ગાતી નથી. છેલ્લા ત્રીસ વર્ષના અનુભવિયા જ ેને જ ેને મેં ઉપરનો મારો અનુભવ કહ્યો છે લગભગ તે સહુએ પોતાની શેરી કે ગામના એ જ અનુભવનો ટેકો પૂર્યો છે. ને ભણવા કે રમવામાં મારો નંબર પહે લો કદી યે ન હતો. હોળીના દિવસોમાં એક વેળા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે શહે રમાં ‘રાઉન્ડ’ લેવા હં ુ નીકળ્યો, એવી ધારણાથી કે કોઈ ઘેરૈયા કાંઈ અવિચારી કે બિભત્સ તોફાન કરતા હોય તો અટકે. બે ત્રણ કલાકના મારા ફરવામાં ઘેરૈયાની ઘેર જ ક્યાંઈ ન દીઠી કે ઘેરૈયાનું નગારું યે વાગતું ન સાંભળ્યું. મને થયું કે ઘેરૈયાની રમતો અટકાવવા નહીં પણ પાછી સજીવન કરવા હવે તો ફરવું જોઈએ. થોડાંક વર્ષો ઉપર હોળીનાં તોફાન ‘સુધારવા’ મુંબઈમાં ગંભીર હોલિકાસંમેલન ભરાતાં, શબ્દને તરવારો મારવાનાં પ્રયોગ થતા, ને વિચારકો હસતા હતા. વનરાજ ચાવડામાં મહીપતરામભાઈએ વર્ણવેલા વનોડમાંના વનુભાનાં હોલિકાયુદ્ધ તો આપણા વિદ્યાર્થીઓ સંસારના ઇતિહાસ તરીકે ભણે છે. દીવાળીની ઘેરના ભંભોટિયા-કોઠીનાં બાલયુદ્ધોની કહાણી પણ ન્યારી નથી. ‘ટોમ બ્રાઉન્સ સ્કૂલ ડેઝ’ ને ‘ટોમ બ્રાઉન ઍટ ઑકસફર્ડ’ એ અંગ્રેજી પુસ્તકોમાંનાં યુવાનોનાં પરાક્રમો બહુ જુ દા પ્રકારનાં છે? પણ આપણા ઘણા મહે તાજીઓ શિક્ષકો હે ડમાસ્તરો પ્રોફે સરો

280

પ્રિન્સિપાલો તેનાં એ ખરાં સ્વરૂપમાં તેમને નથી સમજતા એવી માબાપોની ફરિયાદ પાયા વિનાની નથી. એક જણે કહ્યું હતું કે ગુજરાતનાં હાલનાં બાળકો તો મંદિરમાંના દેવ જ ેવાં ડાહ્યાં થઈ ગયાં છે. જગતસંગ્રામના સમયે ગાંધીજીને ગુજરાતી રણઉત્સુકો એ કારણે થોડા જ મળ્યા હતા. અમદાવાદમાં બારિયો દા રમતાં પોળની બારીએથી નીકળી માણેકચોક ચૌટુ ં ને કંદોઈ ઓળ વીંધીને પોળમાં ત્રીશેક વર્ષ ઉપર કેટલા આવતા? અને હવે કેટલા આવે છે? સ્મરણો તો રહ્યાં હશે; તો સંભારીને ઉત્તર આપજો. રાત્રીએ નવ-દસ વાગતાં સુધી પહે લાં રમવાનું સાધારણ હતું કે નહીં? અને હાલ એ અસાધરણ છે કે નહીં? મેઘદૂતમાં વર્ણવેલી અલકાની કન્યકાઓ સોનારે તીમાં ગૂઢમણિ રમતી તે વિભૂતિવન્તાં સાધનોથી તો નહીં, પણ પડતી રાતની ચાંદનીમાં ધૂળની ઢગલીઓ કરી ઠીંકરી સંતાડી શોધવાના ખેલ તો અમદાવાદની કન્યકાઓ ખેલતી. ચાંદનીના તેજઅંધકારના સરોવરોમાં કે દીવાના તેજઅંધકારના આટાપાટામાં બાળાઓ તલકછાંયડો (તડકી છાંયડી) ચારણી દા, લકડી દા રમતી હતી. હવે તો રાત્રીએ છોકરાઓને ઘર બહાર કાઢતાં વિચાર થાય છે, તો દીકરીઓને તો કેમ જ ધીરાય? ઉનાળામાં સરકાર સવારની નિશાળો કરે છે તે છોકરાઓને બપોરે રમવાની સગવડ કરી આપવા માટે હશે એમ તે વખતે છોકરા પૂછતા. અમદાવાદ શહે રમાંથી કાંપમાં ચાર માઇલ ચાલીને બપોરે બાર એક વાગતાં જવાય, ત્યાં જઈને અંગ્રેજ સોલ્જરો સાથે બે અઢી વાગ્યાથી સાંજ સુધી ક્રિકેટની મેચ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


રમાય, અને સંધ્યાકાળે ચાર માઇલ ચાલી પાછા ઘેર અવાય; એ ૧૨-૧૩ વર્ષની ઉંમરનાઓ અગાઉ કરતા. તે વખતે સાઇકલો કે ભયરક્ષણની અંગ્રેજી ટોપીઓ હજી સંસારમાં દાખલ થઈ ન હતી. છોકરાઓને માટે બારે માસની ઋતુ ઋતુની રમતો હતી. પતંગ, ભમરડા, હોળીના ચીંચવા, ગીલ્લી-દંડા, લકટીઓ, મેળા, નવરાત્રીની ને દીવાળીની રમતો; એવો ક્રમ હતો. બારિયો દા; એરં ડો, ચોરચોર; એવી રાત્રીની રમતો હતી. સાતતાળી નગોરચું (નવ નાગેલિયો), મારદડી; એ સાંજની રમતો હતી. આજ ે તો એમના નામ સંભારતા યે સ્મરણશક્તિને ઊંઘમાંથી જાણે જગાડવી પડે છે. બધી રમતો નિર્દોષ ન હતી. હોળીમાં બિભત્સ શબ્દોથી રસ્તે જતી સ્ત્રીઓનાં અપમાન કરાતાં; લાખની પત્થરની કાચની લકટીઓથી નાનો નાનો જુ ગાર રમાતો; નવરાત્રીમાં મ્યુનિસિપાલિટીનાં ફાનસ ફોડાતાં. પણ ડાઘા ધોતાં ધોતાં લુગડાંના તાણાવાણા યે નદીમાં વહે વડાવી નાખવામાં આવે એવું આપણા સંસારના ધોબીઓને હાથે નથી થયું? હાલ શિક્ષકો કહે છે કે વર્ગમાં છોકરાઓ નાની ઉંમરના ને ઓછી અક્કલના આવે છે. માબાપો પોકારે છે કે ભણતરનો ભાર વધ્યો છે, ને તેથી છોકરાંના શરીર ખવાઈ-તવાઈ જાય છે. બંને ખરા યે છે, ને ખોટા યે છે. છોકરાઓ હવે વર્ગમાં નાની ઉંમરના નથી આવતા. હં ુ પંદરમે વર્ષે મેટ્રિકની પરીક્ષામાં બેઠો હતો, ને મારી શાળાના સહાધ્યાયીઓ ઘણું ખરું એ ઉંમરના હતા. હાલ એથી નાના તો યુનિવર્સિટીના નિયમ પ્રમાણે પણ ન આવી શકે. ખરી વાત એ છે કે તે કાળના ખીલેલા શરીરના થનગનતા વિદ્યાર્થીઓને બદલે હવે વણખીલ્યા શરીરના શિથિલ અંગચેષ્ટાના વિદ્યાર્થીઓ હોય છે, ને એમને કેટલાક શિક્ષકો ને પ્રોફે સરો નાની ઉંમરના માની લે છે. नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

મહાસેનાધિપતિઓની પણ કસોટી કરતાં મહાગુણો ને મહાક્રિયાઓનાં બાલસ્વરૂપો બીજ રૂપે એ આઠદસ વર્ષનાં બાળકોમાં રમતાં રમતાં કેળવાય છે. બ્રિટિશ, સર્વશ્રેષ્ઠ સેનાધિપતિ ડ્યુક ઑફ વેલિંગ્ટને કહ્યું હતું કે ‘વૉટરલૂનું મહાયુદ્ધ ઇટન ને હૅરોની શાળાઓના ક્રિકેટના મેદાનો ઉપર જીતાયું હતું.’ તે આ અર્થમાં જ

જરા ઊંડા ઊતરી જોયે બાલકોની રમતોનો નાશ એ આનું કારણ જણાશે. મહારાજ સયાજીરાવ ગાયકવાડને મેં કહ્યું હતું કે એક કલાકના વર્ગભણતરમાં બાળકોનો બુદ્ધિખિલાવ થાય છે તેથી વધારે બુદ્ધિખિલાવ ને ચારિત્ર્યની દઢતા એક કલાકના રમણ-ખેલનમાં થાય છે. દાખલા તરીકે સાતતાળીની રમતમાં દાવવાળો છોકરો કોઈને પકડવા દોડે ત્યારે તે આગળના ને પાછળના દાવવાળા છોકરાઓને કેટકેટલાં તાત્કાલિક નિરીક્ષણ ને તાત્કાલિક નિર્ણય કરવાં પડે છે? રમનારા કોણ કોણ કયાં છે શું કરે છે, દાવવાળાની દોડ ઓછી છે કે વધતી, તેની ચોટ શી રીતે ચૂકવવી, આડુ ં નાસવું કે બેસી જવું; આગળ પાછળ ને ચોગમનું ક્ષણક્ષણનું નિરીક્ષણ અને તે બદલાતી વસ્તુસ્થિતિ પ્રમાણેના ક્ષણેક્ષણે નાના વિધના દોડતાં દોડતાં નિર્ણય; ચાલતે સંગ્રામે મહાસેનાધિપતિઓની પણ કસોટી કરતાં મહાગુણો ને મહાક્રિયાઓનાં બાલસ્વરૂપો બીજ રૂપે એ આઠદસ વર્ષનાં બાળકોમાં રમતાં રમતાં કેળવાય છે. બ્રિટિશ, સર્વશ્રેષ્ઠ સેનાધિપતિ ડ્યુક ઑફ વેલિંગ્ટને કહ્યું હતું કે ‘વૉટરલૂનું મહાયુદ્ધ ઇટન ને હૅ રોની શાળાઓના ક્રિકેટના મેદાનો ઉપર જીતાયું 281


હતું.’ તે આ અર્થમાં જ. હાલના વિદ્યાર્થીઓનો બુદ્ધિભંડાર ઓછો નથી થયો, પણ પહે લાં કરતાં ઓછો ઉઘડેલો છે. તેનું કારણ બાળકોની રમતોનો વિલોપ છે. અભ્યાસના વિષયભાર વધ્યાની ફરિયાદ ઘણે દરજ્જે સાચી નથી; ઊલટો અભ્યાસક્રમ હળવો થયો છે, પુસ્તકો સહે લાં થયાં છે. ૪૦-૫૦ વર્ષ ઉપર મેટ્રિકની પરીક્ષાના અભ્યાસક્રમમાં ગ્રીસ રોમ ઇંગ્લાંડ ને હિં દના ચાર ઇતિહાસ ભણવાના હતા. આજ બી. એ. સુધીમાં યે એટલા ભણવાના નથી. હાવર્ડકૃ ત ત્રીજી ચોપડી કરતાં આજની અંગ્રેજી ત્રીજા ધોરણમાં ચાલતી એક્કે ચોપડી વધારે અઘરી નથી. સિન્કલેરના હિં દના ઇતિહાસને બદલે માર્સડન, અને રોયલ કે કલિયરના બ્રિટનના ઇતિહાસને બદલે એમ્પાયર તે અઘરાં છે જ નહીં. છતાં ભાર વધ્યો છે. તે શેનો? સામાન્ય રીતે ૧૩-૧૪ વર્ષમાં બાળકીઓનો અભ્યાસકાળ પૂરો કરવાની ભાવના હોવાથી તેટલા સમયમાં બને તેટલું વધારે ભણાવવાની ઇચ્છા જન્મી છે, ને તે કારણે બાળકોના અભ્યાસક્રમ કરતાં બાળકીઓનો અભ્યાસક્રમ ભારે રચાયો છે. બીજુ ં તો નવીનવી શિક્ષણપદ્ધતિઓના ગૂંચવાડા ને ભુલ-ભુલામણીઓ વધ્યાં છે. કિન્ડરગાર્ટનમાં ન કેળવાયેલા શિક્ષકોને હાથે પ્રાથમિક શાળાઓમાં એ શિક્ષણપદ્ધતિએ, અને ભૂમિતિ કે સાયન્સમાં નવી અભ્યાસપદ્ધતિમાં ન કેળવાયલાને હાથે માધ્યમિક શાળાઓમાં એ નવપદ્ધતિએ, શિક્ષણ અપાતાં ગૂંચવાડા વધે જ ને? પરીક્ષાઓ ઘણી છે, ને તેમની ચિંતા બાળકોના જ્ઞાનતંતુઓને નબળા પાડે છે. મેટ્રિક્યુલેશન પછી છ વર્ષે ને પાંચ પરીક્ષાઓ ઊતરી અહીં એલએલ. બી. થવાય, ને વિલાયતમાં મેટ્રિકની હારની પરીક્ષા પછી ત્રણ વર્ષે ને બે પરીક્ષા પાસ કરી બેરિસ્ટર થવાય. ત્રણ ચાર વર્ષો પબ્લિક સ્કૂલમાં, તે પહે લાં 282

કન્યાશાળામાંની અક્ષરની પાટીઓ એ જ ગામની છોકરાઓની નિશાળમાં લઈ જઈ નમૂના રૂપે એ જ ધોરણમાં બતાવેલી છે. મારાં પત્ની ને હું એક બાળશાળા જોઈ પાછાં આવતાં હતાં ત્યારે પાંચેક વાગતાં છૂટેલી કન્યાશાળાની રસ્તે જતી બાળકીઓને જોઈ બાઈએ એવી ટીકા કરી હતી કે છોકરીઓમાં તેજ ને સુઘડતા છે તે તેજ ને સુઘડતા નિશાળના છોકરાઓમાં ન દીઠાં

ઘેર કે ખાનગી નિશાળોમાં કે દેવળની શાળામાં ભણી, ને પછી ગમે તે યુનિવર્સિટી ઇન્સ ઑફ કોર્ટસ કે લશ્કરી કે નૌકાની કૉલેજમાં વધુમાં વધુ ત્રણ વર્ષ; એમ ધોરણસર છ સાત વર્ષ ને પાંચ છ પરીક્ષાઓ પછી ઇંગ્લાંડમાં સરે રાશ એકવીસ વર્ષે સંસારસફર માટે યુવક સજ્જ થાય છે; ત્યારે ઓછામાં ઓછાં ત્રણ વર્ષ ને ત્રણ પરીક્ષાઓ ગુજરાતીમાં, સાત વર્ષ ને સાત પરીક્ષાઓ અંગ્રેજીમાં, ને છ વર્ષ ને ચાર પાંચ પરીક્ષાઓ એમ. બી. બી. એસ. કે એલએલ. બી. થતાં; મળી ધોરણસરનાં કુ લ ૧૬ વર્ષે ને ચૌદ પંદર પરીક્ષાઓનો ભાર હિં દનાં બાળકોને માથે છે. સરે રાશ પચાસ વર્ષની ઉંમરના પુરુષનું ભણતરજીવન સરે રાશ ૨૪ વર્ષે પૂરું થાય છે. વિલાયતની પબ્લિક સ્કૂલો ને યુનિવર્સિટીમાં સવારના આઠથી બપોરના દોઢ સુધીનો ભણવાનો વખત, મુંબઈમાંની સેન્ટ ઝેવિયર્સ કૉલેજની પેઠ ે છે; ને અહીં હાઈસ્કૂલ કૉલેજામાં અગિયારથી ચાર પાંચ સુધીનો વખત છે. રમનારા રમે, ભણનારા ભણે, રખડનારા રખડે, હોડી તરાવનારા હોડી તરાવે; દરરોજ એમ આખા નમતા પહોર દરમિયાન વ્યક્તિ-વ્યક્તિના ગુણવિકાસની વિલાયતમાંની [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


શક્યતા આપણે ત્યાં નથી. નાતનાં જમણો સામેની ઝુંબેશ ઉઠાવનારાઓએ ‘પાર્ટીઓ’ના ઉલ્લાસ સંસારમાં ન આણવાથી બાળવર્ગને મોટામાં મોટો અન્યાય કીધો છે. જમણને આખે યે દિવસ બાળકોને ઉલ્લાસ રહે તો તે અજાણતાં તેમણે ઝૂંટી લીધો છે. છતાં બાળકીઓમાં ઉજાસ છે, ચેતન છે; બાળકો કરતાં વિશેષ છે. ગોંડલના રાજ્યમાં બાળકોની નહીં, પણ બાળકીઓની કેળવણી ફરજિયાત છે. એક બારીમાંથી લગભગ કલાકેક સડક ઉપર ને સામે ઓટલે મેં એક વેળા જોયા કર્યું હતું તો ત્રણ ચારે ક બાળકો સામે ઓટલે બેસી જ રહ્યા હતા. ત્યારે તેમની ત્રણ ચાર બહે નો આસપાસ દોડતી ને રમતી હતી. કન્યાશાળામાંની અક્ષરની પાટીઓ એ જ ગામની છોકરાઓની નિશાળમાં લઈ જઈ નમૂના રૂપે એ જ ધોરણમાં બતાવેલી છે. મારાં પત્ની ને હં ુ એક બાળશાળા જોઈ પાછાં આવતાં હતાં ત્યારે પાંચેક વાગતાં છૂટેલી કન્યાશાળાની

રસ્તે જતી બાળકીઓને જોઈ બાઈએ એવી ટીકા કરી હતી કે છોકરીઓમાં તેજ ને સુઘડતા છે તે તેજ ને સુઘડતા નિશાળના છોકરાઓમાં ન દીઠાં. બાળકીઓનું તેજ હજી પણ વધો એમ મારો આશીર્વાદ છે, પણ બાળકોનું તેજ છે તેટલું જ ઝાખું રહે શે તો? પુરુષો કરતાં સ્ત્રીઓ તેજસ્વી નીવડતાં-પ્રજાના ભવિષ્યની ભયંકરતાનો ભ્રમ એ વસ્તુસ્થિતિમાં નથી ભાસતો? એ તેજસ્વી છોકરીઓને એ નિસ્તેજ પરણાવેલા વર ગમશે? નહીં ગમે તો એ બાળાઓ ક્યાં પરણશે? સંસારનેતાઓ! નરનાર ઉભયનાં વદને બ્રહ્મવર્ચસ્ ખીલવવાનું રાખજો. દિવસ કે રાત્રીનાં અજવાળાં ઝંખવાયે જીવન એટલું ઝંખવાણું પડશે. બાળકોનાં થનગનાટ, હિં મત, બાળસાહસ ખેડવાના ઊભરા, નીડરતા, શરીરના વિકાસ, રમવાના ઉલ્લાસ; આટઆટલાં ભણતર વધે યે એ સૌ વધ્યાં નથી. [નવજીવન, તા. ૨૮-૯-૧૯૧૯]

o

યુવાવસ્થાના વિકારો પર વિજય મેળવવા માટે નૈતિક ઉપદેશની જ્યાં અસર નથી થતી ત્યાં વ્યાયામ અને લડાયક રમતોથી ઘણી વાર લાભ થાય છે. યુવાનોનું સંગઠન કરવામાં, એમનામાં સેવાભાવ કેળવવામાં, શોધખોળ માટેનું રખડાઉપણું ઉત્પન્ન કરવામાં રમતકસરતનો ઉપયોગ ઘણો છે. સંઘકાર્યની તાલીમ એ પણ આવી પ્રવૃત્તિનું આવશ્યક અંગ ગણાવું જોઈએ. પર્યટનો, યાત્રાઓ, સ્વાશ્રયી વનભોજનો, અમુક કલાકની અંદર ઝૂંપડાં બાંધવાં, તંબૂ ઠોકવા, ખાઈઓ ખોદવી, માલ ઊંચકીને લઈ જવો, માંદાઓની ડોળીઓ દવાખાને પહોંચાડવી વગેરે રમતોને છાત્રાલયમાં અવશ્ય સ્થાન હોવું જોઈએ. ગામડાંની રમતોમાં સૂઝ, સમયસૂચકતા, સ્ફૂર્તિ અને શીઘ્રનિશ્ચયના ગુણો સરસ કેળવાય છે. [કાલેલકર ગ્રંથાવલી ભાગ ચારમાંથી]

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

283


ટૉલ્સ્ટૉય શતાબ્દી વડિલોનું શ્રાદ્ધ મારી પોતાની માનસિક સ્થિતિ અત્યારે મુદ્દલ એવી નથી કે હં ુ એક્કે તિથિ અથવા એકે ઉત્સવ ઉજવવાને લાયક રહ્યો હોઉં. થોડા વખત પર नवजीवन કે यंग इन्डियाના એક વાચકે મને પ્રશ્ન ે ો : "તમે શ્રાદ્ધ વિશે લખતાં લખી ચૂક્યા છો પૂછલ કે વડીલોનું ખરું શ્રાદ્ધ તેમની પુણ્યતિથિને દિવસે તેમના ગુણોનું સ્મરણ કરવાથી ને તે પોતાનામાં વણી કાઢવાથી થઈ શકે છે. તેથી હં ુ પૂછુ ં છુ ં કે તમે તમારા વડીલની શ્રાદ્ધતિથિ કઈ રીતે ઊજવો છો?'' વડીલની શ્રાદ્ધતિથિ હં ુ જુ વાન હતો ત્યારે ઊજવતો. પણ અત્યારે તમને કહે તાં શરમાતો નથી કે મને વડીલની શ્રાદ્ધતિથિનુ સ્મરણ સરખુંય નથી. કેટલાંયે વર્ષો થયાં એક પણ શ્રાદ્ધતિથિ ઊજવ્યાનુ મને સ્મરણ નથી. એટલી મારી કઠિન સ્થિતિ છે, અથવા કહો કે સુંદર સ્થિતિ છે, અથવા કેટલાક મિત્રો માને છે તેમ ગાઢ મોહની સ્થિતિ છે. જ ે કાર્ય હાથમાં લીધું હોય તેનું ચોવીસે કલાક રટણ કરવું, મનન કરવું, જ ેટલે અંશે બને તેટલે અંશે તેને સુવ્યવસ્થિત કરવું તેમાં બધું આવી જાય છે એવું મારું માનવું છે. એમાં વડીલોની શ્રાદ્ધતિથિ ઊજવવાનુ આવી જાય છે, ટૉલ્સ્ટૉય જ ેવાના ઉત્સવો પણ આવી જાય છે. દાક્તર હરિપ્રસાદે મને જાળમાં ન ફસાવ્યો હોત તો તદ્દન સંભવિત છે કે આ દસમી તારીખ મેં કોઈ પણ રીતે આશ્રમમાં ઊજવી ન હોત; એવો પણ સંભવ છે કે હં ુ તે વીસરી ગયો હોત. ત્રણ માસ પૂર્વે મારી પાસે એલ્મર મૉડ તેમ જ ટૉલ્સ્ટૉયનુ સાહિત્ય એકઠુ ં કરનારા બીજાઓ તરફથી કાગળો આવેલા કે આ શતાબ્દી નિમિત્ત મારે કંઈક લખી મોકલવું, અને આ તારીખનું હિં દુસ્તાનમાં સ્મરણ દેવડાવવું. એલ્મર મૉડના 284

મો. ક. ગાંધી કાગળનું તારણ કે આખો કાગળ यंग इन्डियाમાં છાપેલો તમે જોયો હશે. તે પછી પાછો હં ુ આ વાત તદ્દન ભૂલી ગયેલો. આ પ્રસંગ મારે સારુ એક શુભ અવસર છે. છતાંય એ હં ુ ભૂલી ગયો હોત તો પશ્વાત્તાપ ન કરત પણ યુવકસંઘના સભ્યોએ આ તિથિ અહી ઊજવવાનો પ્રસંગ આપ્યો એ મારે માટે આવકારલાયક છે.

ધર્મગુરુને શોધું છું દત્તાત્રેયની માફક મેં જગતમાં ઘણા ગુરુ કર્યા છે એમ હં ુ મારે વિશે કહી શકું તો મને ગમે, પણ મારી એ સ્થિતિ નથી. મેં તો એથી ઊલટુ ં કહ્યું છે કે હં ુ હજી સુધી ધર્મગુરુને શોધવા મથી રહ્યો છુ .ં ગુરુ મેળવવાને મોટી લાયકાત જોઈએ છે એવી મારી માન્યતા છે, અને તે દિવસે દિવસે દઢ થતી જાય છે. જ ેને એ લાયકાત મળી રહે છે તેની પાસે ગુરુ ચાલીને આવે છે. મારામાં એ લાયકાત નથી. ગોખલેને મેં રાજ્યપ્રકરણી ગુરુ કહ્યા છે. તેમણે મને તે ક્ષેત્ર પરત્વે પૂરો સંતોષ આપ્યો હતો. એમના કહે વાને વિશે કે એમની આજ્ઞાને વિશે મને તર્કવિતર્ક કદી ન થતા. એ મારી સ્થિતિ કોઈ ધર્મગુરુને વિશે નથી. ટૉલ્સ્ટૉયની અસર છતાં એટલું તો કહં ુ કે ત્રણ પુરુષોએ મારા જીવન પર મોટામાં મોટી અસર કરી છે. એમાં પહે લું સ્થાન હં ુ રાજચંદ્ર કવિને આપું છુ .ં બીજુ ં ટૉલ્સ્ટૉયને, અને ત્રીજુ ં રસ્કિનને. ટૉલ્સ્ટૉય અને રસ્કિન વચ્ચે હરીફાઈ ચાલે, અને બંનેનાં જીવન વિશે હં ુ વધારે જાણું તો બેમાં કોને પહે લાં પૂરું એ નથી જાણતો. પણ અત્યારે તો બીજુ ં સ્થાન ટૉલ્સ્ટૉયને આપું છુ .ં ટૉલ્સ્ટૉયના જીવન વિશે ઘણાએ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


વાંચ્યું હશે તેટલું મેં નથી વાંચેલું. તેમણે લખેલાં પુસ્તકનું મારું વાચન પણ બહુ ઓછુ ં છે એમ કહીએ તો ચાલે. એમનાં જ ે પુસ્તકની અસર મારા પર બહુ જ પડી તેનું નામ Kingdom of God Within You એનો અર્થ એ કે ઈશ્વરનું રાજ્ય તમારા હૃદયમાં છે, એને બહાર શોધવા જશો તો ક્યાંય નહીં મળે. એ મેં ચાળીસ વરસ પર વાંચેલું. તે વેળા મારા વિચારો કેટલીયે બાબતમાં શંકાશીલ હતા; કેટલીયે વખત મને નાસ્તિકતાના વિચારો આવી જતા. વિલાયત ગયો ત્યારે તો હં ુ હિં સક હતો; હિં સા પર મને શ્રદ્ધા હતી, અને અહિં સા વિશે અશ્રદ્ધા હતી. આ પુસ્તક વાંચ્યા પછી મારી એ અશ્રદ્ધા ચાલી ગઈ. ત્યાર પછી એમનાં કેટલાંક બીજાં પુસ્તકો મેં વાંચ્યાં તેની દરે કની શી અસર થઈ તે ન કહી શકું; પણ તેમના સમગ્ર જીવનની શી અસર થઈ તે જ કહી શકું છુ .ં

સત્ય અને અહિંસાની મૂર્તિ એમના જીવનમાંથી બે વસ્તુ મને પોતાને ભારે લાગે છે. એ કહે તેવું કરનાર પુરુષ હતા. એમની સાદાઈ અદ્ભુત હતી; બાહ્ય સાદાઈ તો હતી, એ અમીર વર્ગના માણસ; આ જગતના છપ્પને ભોગ તેમણે ભોગવેલા. ધનદોલતને વિશે મનુષ્ય જ ેટલું ઇચ્છે તે બધું તેમને સાંપડેલું. છતાં એમણે ભરજુ વાનીમાં પોતાના સુકાનને ફે રવ્યું. દુનિયાના અનેક પ્રકારના રં ગો જોયા છતાં, અનેક પ્રકારના સ્વાદ ચાખ્યા છતાં, જ્યારે એમને લાગ્યું કે આમાં કંઈ જ નથી ત્યારે તેમણે પૂંઠ ફે રવી; અને છેવટ સુધી પોતાના વિચારોમાં કાયમ રહ્યા. તેથી એક ઠેકાણે તો મેં લખી મોકલ્યું છે કે ટૉલ્સ્ટૉય આ યુગની સત્યની મૂર્તિ હતા. એમણે સત્યને જ ેવું માન્યું તેવી રીતે ચાલવાને ઉગ્ર પ્રયત્ન કર્યો; સત્યને છુ પાવવાનો કે મોળું કરવાનો પ્રયત્ન ન કર્યો. લોકોને દુ:ખ થશે કે સારું લાગશે, મોટા શહે નશાહને ઠીક नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

એ અમીર વર્ગના માણસ; આ જગતના છપ્પને ભોગ તેમણે ભોગવેલા. ધનદોલતને વિશે મનુષ્ય જેટલું ઇચ્છે તે બધું તેમને સાંપડેલું. છતાં એમણે ભરજુવાનીમાં પોતાના સુકાનને ફેરવ્યું. દુનિયાના અનેક પ્રકારના રંગો જોયા છતાં, અનેક પ્રકારના સ્વાદ ચાખ્યા છતાં, જ્યારે એમને લાગ્યું કે આમાં કંઈ જ નથી ત્યારે તેમણે પૂંઠ ફેરવી

લાગશે કે નહીં, એનો વિચાર કર્યા વિના તેમને જ ે પ્રકારે જ ે વસ્તુ ભાસી તે જ પ્રકારે તેમણે કહી. ટૉલ્સ્ટૉય એ પોતાના યુગને માટે અહિં સાના એક ભારે પ્રવર્તક હતા. અહિં સાને વિશે જ ેટલું સાહિત્ય પશ્ચિમને સારુ ટૉલ્સ્ટૉયે લખ્યું તેટલું સોંસરવું ચાલી જાય એવું બીજા કોઈએ લખેલું મારી જાણમાં નથી. એથી આગળ જઈને કહં ુ તો અહિં સાનું સૂક્ષ્મ દર્શન ટૉલ્સ્ટૉયે જ ેટલું કર્યું, અને એના પાલનનો જ ેટલો પ્રયત્ન ટૉલ્સ્ટૉયે કર્યો, એટલો અમલ કે એટલો પ્રયત્ન કરનાર અત્યારે હિં દુસ્તાનમાં કોઈ છે એવો મને ખ્યાલ નથી, એવા કોઈ મનુષ્યને હં ુ જાણતો નથી.

અહિંસા એટલે પ્રેમસાગર મારે સારુ આ સ્થિતિ દુ:ખદાયક છે, મને એ ગમતી નથી. હિં દુસ્તાન કર્મભૂમિ છે. હિદુસ્તાનમાં ઋષિમુનિઓએ અહિં સાના ક્ષેત્રમાં મોટામાં મોટી શોધો કરે લી છે. પણ આપણે વડીલોપાર્જિત મિલકત પર નભી નથી શકતા. એમાં જો વૃદ્ધિ ન કરતા રહીએ તો એને ખાઈ જઈએ છીએ. એ વિશે ન્યાયમૂર્તિ રાનડેએ આપણને ચેતવી મૂકેલા છે. વેદાદિ સાહિત્યમાંથી કે જ ૈન સાહિત્યમાંથી મોટી 285


મોટી વાતો ગમે એટલી કરીએ, કે સિદ્ધાંતોને વિશે પ્રમાણો ગમે એટલાં ટાંકીએ અને દુનિયાને આશ્ચર્યચકિત કરીએ, તોપણ દુનિયા આપણને ખરા નહીં ગણે. તેથી રાનડેએ આપણો ધર્મ એ બતાવેલો કે આપણે એ મૂડીમાં વધારો કરવો; બીજા ધર્મવિચારકોએ લખેલું હોય તેની સાથે એની સરખામણી કરવી; તેમ કરતાં કાંઈ નવું મળી આવે કે નવું અજવાળું પડે તો તેનો તિરસ્કાર ન કરવો. પણ આપણે તે પ્રમાણે કર્યું નથી. આપણા ધર્માધ્યક્ષોએ એકપક્ષી જ વિચાર કર્યો છે, તેમનાં વાચન, કથન અને વર્તનમાં એકમેળ પણ નથી. પ્રજાને સારું લાગે કે નહીં, જ ે સમાજમાં પોતે કામ કરે છે તે સમાજને સારું લાગે કે નહી તોપણ ટૉલ્સ્ટૉયની માફક ચોખ્ખેચોખ્ખું સંભળાવનારા માણસો આપણે ત્યાં નથી મળી આવતા. એવી આપણા આ અહિં સાપ્રધાન મુલકની દયામણી દશા   છ.ે આપણી અહિં સા નિંદવાલાયક છે. માંકડ, મચ્છર, ચાંચડ, પક્ષી અને પશુઓને જ ેમતેમ કરીને નભાવવામાં જાણે આપણે અહિં સાની સમાપ્તિ જોઈ રહ્યા છીએ. તે પ્રાણીઓ રિબાય તો ફિકર નથી કરતા; રિબાવવામાં પોતે ભાગ લેતા હોઈએ તોયે ફિકર નથી કરતા. પણ રિબાતા પ્રાણીને કોઈ પ્રાણમુક્ત કરે , અથવા આપણે તેમાં ભાગ લઈએ, તો તેમાં આપણને ઘોર પાપ લાગે છે. એ અહિં સા નથી એવું હં ુ લખી ગયો છુ .ં અને ટૉલ્સ્ટૉયનુ સ્મરણ કરાવતી વખતે ફરી કહં ુ છુ ં કે અહિં સાનો અર્થ એ નથી. અહિં સા એટલે પ્રેમનો સમુદ્ર; અહિં સા એટલે વેરભાવનો સર્વથા ત્યાગ. અહિં સામાં દીનતા, ભીરુતા ન હોય, ડરી ડરીને ભાગવાનું ન હોય. અહિં સામાં તો દૃઢતા, વીરતા, નિશ્વલપણુદ્ધ હોવું જોઈએ.

286

આપણા ધર્માધ્યક્ષોએ એકપક્ષી જ વિચાર કર્યો છે, તેમનાં વાચન, કથન અને વર્તનમાં એકમેળ પણ નથી. પ્રજાને સારું લાગે કે નહીં, જે સમાજમાં પોતે કામ કરે છે તે સમાજને સારું લાગે કે નહી તોપણ ટૉલ્સ્ટૉયની માફક ચોખ્ખેચોખ્ખું સંભળાવનારા માણસો આપણે ત્યાં નથી મળી આવતા

મહાપુરુષોને કે મ મપાય? ટૉલ્સ્ટૉયે પોતે જ કહે લું કે જ ે પોતાને આદર્શ પહોંચ્યો માને તે ખલાસ થયો સમજવો, ત્યારથી એની અધોગતિ શરૂ થઈ. જ ેમ જ ેમ આદર્શની નજીક જઈએ તેમ તેમ આદર્શ દૂર ભાગતો જાય છે. જ ેમ તેની શોધમાં આગળ વધતા જઈએ તેમ જણાય છે કે હજી એક ટૂ ક ચડવી બાકી છે. કોઈ ઝપાટાબંધ ટૂ કો ન જ ચડી શકે. એમ માનવામાં હીણપત નથી, નિરાશા નથી, પણ નમ્રતા અવશ્ય છે. તેથી આપણા ઋષિઓએ કહ્યું કે મોક્ષ એ શૂન્યતા છે. મોક્ષ મેળવનારે શૂન્યતા મેળવવાની છે. એ ઈશ્વરપ્રસાદ વિના ન આવે. એ શૂન્યતા જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આદર્શરૂપે જ રહે છે. એ વસ્તુને ટૉલ્સ્ટૉયે ચોખ્ખી જોઈ, તેને બુદ્ધિમાં અંકિત કરી, તેની તરફ બે પગલાં ભર્યા, તે જ વખતે એમને લીલી સોટી જડી. એ સોટીનુ એ વર્ણન ન કરી શકે, મળી શકે એટલું જ કહી શકે. છતાં મળી એમ કહ્યું હોત તો ટૉલ્સ્ટૉયનુ જીવન સમાપ્ત થાત. ટૉલ્સ્ટૉયના જીવનમાં જ ે વિરોધાભાસ દેખાય છે તે ટૉલ્સ્ટૉયની નામોશી કે ઊણપ નથી, પણ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


જોનારાની છે. એમર્સને કહ્યું છે કે અવિરોધ એ નાનકડા માણસોનું ભૂત છે. આપણા જીવનમાં કદી વિરોધ નથી આવવાનો એમ બતાવવા જઈએ તો આપણે મૂઆ પડ્યા છીએ. તેમ કરવા જતાં ગઈકાલનું કાર્ય યાદ રાખીને તેની સાથે આજનો મેળ કરવો પડે, અને એવો કૃ ત્રિમ મેળ સાધતાં અસત્ય આચરવું પડે. સીધો રસ્તો જ એ છે કે જ ે ઘડીએ જ ે સત્ય લાગે તે આચરવું. આપણી જો ઉત્તરોત્તર વૃદ્ધિ થતી હોય તો આપણાં બધાં કાર્યોમાં બીજાને વિરોધ ભાસે તેથી શું? ખરું જોતાં એ વિરોધ નથી પણ ઉન્નતિ છે. તેમ ટૉલ્સ્ટૉયના જીવનમાં જ ે વિરોધ જણાય છે તે વિરોધ નથી, પણ આપણા મનમાં લાગતો વિરોધનો ભાસ છે. મનુષ્ય પોતાના હૃદયમાં કેટલા પ્રયત્નો કરતો હશે, રામ રાવણના યુદ્ધમાં કેટલી જીતો મેળવતો હશે એનું ભાન એને પોતાને નથી હોતું. જોનારાને તો ન જ હોઈ શકે. તે જરાક લપસ્યો તો તે કંઈ જ નથી એમ જગતને લાગે છે; અને લાગે છે તે સારું જ છે. તેને સારુ જગત નિંદાને યોગ્ય નથી. તેથી સંતોએ કહ્યું છે કે જગત જ્યારે આપણને નિંદે ત્યારે આપણે આનંદ માનવો, અને સ્તુતિ કરે ત્યારે થથરવું. જગત બીજુ ં ન કરી શકે; તેણે તો મેલ જુ એ ત્યાં તે નિંદવો જ રહ્યો. પણ મહાપુરુષનું જીવન જોવા બેસીએ ત્યારે મેં કહે લી વાત યાદ રાખવી. પોતે હૃદયમાં કેટલાં યુદ્ધો કર્યા હશે અને કેટલી જીતો મેળવી હશે એનો પ્રભુ સાક્ષી છે; એ જ નિષ્ફળતાઓ એ સફળતાનાં નિશાન છે.

‘બ્રેડ લેબર’ અથવા યજ્ઞધર્મ બીજી એક અદ્ભુત વસ્તુનું ભાન ટૉલ્સ્ટૉયે લખીને અને પોતાના જીવનમાં ઉતારીને કરાવ્યું. અને તે ‘બ્રેડ લેબર’. એ એમની પોતાની શોધ ન હતી. એક લેખકે એ વસ્તુ રશિયાના સર્વસંગ્રહમાં લખેલી. એ લેખકને ટૉલ્સ્ટૉયે જગત આગળ नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

‘બ્રેડ લેબર’નો આડોઅવળો ભાવાર્થ કરી આપણે તેને ન ઉડાવી દઈએ. એનો સીધો અર્થ એ છે કે શરીર વાંકું વાળીને જે મજૂરી ન કરે તેને ખાવાનો અધિકાર નથી. આપણે દરેક જણ ખાવાપૂરતી મહેનત કરી નાખીએ તો જે ગરીબાઈ જગતમાં દેખાય છે તે ન જોઈએ. એક આળસુ બેને ભૂખે મારે છે, કારણ તેથી તેનું કામ બીજાને કરવું પડે છે

ઓળખાવ્યો, અને એમની વાત પણ મૂકી. જગતમાં જ ે અસરખાપણું જણાય છે, દોલત અને કંગાલિયત દેખાય છે, તેનું કારણ એ છે કે આપણે જીવનનો કાયદો ભૂલી ગયા છીએ. એ કાયદો તે ‘બ્રેડ લેબર’. ગીતાના ત્રીજા અધ્યાયને આધારે હં ુ એને યજ્ઞ કહં ુ છુ .ં ગીતાએ કહ્યું છે કે યજ્ઞ કર્યા વિના ખાય તે ચોર છે, પાપી છે. તે જ વસ્તુ ટૉલ્સ્ટૉયે કહી બતાવી છે. ‘બ્રેડ લેબર’નો આડોઅવળો ભાવાર્થ કરી આપણે તેને ન ઉડાવી દઈએ. એનો સીધો અર્થ એ છે કે શરીર વાંકું વાળીને જ ે મજૂ રી ન કરે તેને ખાવાનો અધિકાર નથી. આપણે દરે ક જણ ખાવાપૂરતી મહે નત કરી નાખીએ તો જ ે ગરીબાઈ જગતમાં દેખાય છે તે ન જોઈએ. એક આળસુ બેને ભૂખે મારે છે, કારણ તેથી તેનું કામ બીજાને કરવું પડે છે. ટૉલ્સ્ટૉયે કહ્યું કે લોકો પરોપકાર કરવા મથી રહ્યા છે, તેને નિમિત્તે પૈસા ખરચે છે ને ઇલકાબ મેળવે છે પણ તેમ કરવાને બદલે જરાક જ ેટલું કામ કરે  — એટલે કે બીજાના ખભા પરથી ઊતરી જાય તો બસ છે. અને એ ખરી વાત છે. એ નમ્રતાનું વચન છે. પરોપકાર કરીએ પણ અમારા એશઆરામાંથી લવલેશ ન છોડીએ એમ કહે વું એ તો અખા ભગતે કહ્યું એના જ ેવું થયું : “એ રણની 287


ચોરી, સોયનું દાન.” એમ કંઈ વૈમાન આવી શકે? ટૉલ્સ્ટૉયે કહ્યું તે બીજાઓએ નથી કહ્યું એમ નહીં. પણ એમની ભાષામાં ચમત્કાર હતો; કેમ કે જ ે કહ્યું તેનો એમણે અમલ કર્યો. ગાદીતકિયે બેસનાર તે મજૂ રી કરવા લાગ્યા. આઠ કલાક ખેતીનું કે બીજી મજૂ રીનું તેમણે કામ કર્યું. એટલે એમણે સાહિત્યનું કામ ન કર્યું એમ નહીં. જ્યારે તે શરીરમહે નત કરતા થયા ત્યાર પછી તો એમનું સાહિત્ય વધારે શોભ્યું. એમણે જ ેને પોતાનું મોટામાં મોટુ ં પુસ્તક કહે લું છે તે कळा एटले शुं? (वोट इझ आर्ट?) એ તેમણે આ યજ્ઞકાળમાં મજૂ રી ઉપરાંતના વખતમાં લખેલું. મજૂ રીથી તેમનું શરીર ન ઘસાયું. તેમની બુદ્ધિ વધારે તેજસ્વી થઈ એમ તેમણે પોતે માનેલું. અને એમના ગ્રંથોના અભ્યાસીઓ કહી શકશે કે એ સાચી વાત છે.

આદર્શ સાધવાના પ્રયત્નમાં જ પુરુષાર્થ છે. એ વસ્તુ ભલે સંપૂર્ણતાએ કોઈએ મેળવી નથી. એ દૂર જ ભલે રહે. ફરહાદે શિરીનને સારુ પથ્થરો ફોડ્યા તેમ આપણે પણ ફોડીએ. આપણી એ શિરીન તે અહિંસા. એમાં આપણું નાનકડુ સ્વરાજ તો સમાયેલું જ છે. પણ એમાં તો બધું  છે

લૂલોલંગડાં પ્રાણીઓને બચાવે તોય શું? ઈશ્વરના દરબારમાં એની કિમત ઓછી જ અંકાશે. ત્રીજી વસ્તુ તે ‘બ્રેડ લેબર’ — યજ્ઞ. શરીરને કષ્ટ આપીને, મહે નત કરીને જ ખાવાનો આપણને અધિકાર છે. પારમાર્થિક દૃષ્ટિએ કરે લું કામ તે યજ્ઞ. મજૂ રી કરીને પણ સેવાને અર્થ જીવવાનું છે, લંપટ થવાને કે દુનિયાના ભોગો ભોગવવા માટે જીવવાનું નથી. કોઈ કસરતી જુ વાન આઠ કલાક કસરત કરે તો એ ‘બ્રેડ લેબર’ નથી. તમે કસરત કરો, શરીરને મજબૂત બનાવો, એને હં ુ અવગણી નાખતો નથી. પણ જ ે યજ્ઞ ટૉલ્સ્ટૉયે કહ્યો છે, ગીતાના ત્રીજા અધ્યાયમાં બતાવ્યો છે તે એ નથી. જીવન એ યજ્ઞને ખાતર છે, સેવાને ખાતર છે એમ જ ે માનશે તે ભોગોને સંકેલતો જશે. એ આદર્શ સાધવાના પ્રયત્નમાં જ પુરુષાર્થ છે. એ વસ્તુ ભલે સંપૂર્ણતાએ કોઈએ મેળવી નથી. એ દૂર જ ભલે રહે . ફરહાદે શિરીનને સારુ પથ્થરો ફોડ્યા તેમ આપણે પણ ફોડીએ. આપણી એ શિરીન તે અહિં સા. એમાં આપણું નાનકડુ સ્વરાજ તો સમાયેલું જ છે. પણ એમાં તો બધું  છ.ે

રત્નત્રયી આપણે નિશ્વય કરીએ કે સત્યની આરાધના છોડવાના નથી. સત્ય માટે દુનિયામાં સાચી અહિં સા એ જ ધર્મ છે. અહિં સા તે પ્રેમનો સાગર છે. તેનું માપ જગતમાં કોઈ કાઢી જ શક્યું નથી. એ પ્રેમસાગરથી આપણે ઊભરાઈ જઈએ તો આપણામાં એવી ઉદારતા આવે કે તેમાં આખા જગતને આપણે સંકેલી શકીએ છીએ. એ કઠિન વસ્તુ છે ખરી, છતાં સાધ્ય છે. તેથી આપણે શરૂઆતની પ્રાર્થનામાં સાંભળ્યું કે શંકર હો કે વિષ્ણુ, બ્રહ્મા હો કે ઇન્દ્ર, બુદ્ધ હો કે સિદ્ધ, મારુ માથું તેને જ નમે જ ે રાગદ્વેષરહિત છે, જ ેણે કામો જીતેલા છે, જ ે અહિં સાની — પ્રેમની મૂર્તિ છે. એ અહિં સા લૂલાંલંગડાં પ્રાણીને ન મારવામાં જ નથી આવી જતી. એમાં ધર્મ હોય ખરો, પણ પ્રેમ તો એથી અનંત ગણો આગળ જાય છે. એની ઝાંખી જ ેને નથી તે

[નવજીવન, તા. ૧૬-૯-૧૯૨૮માંથી સંપાદિત] o

288

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


આજીવિકા અને સેવા

મો. ક. ગાંધી કેટલાક વખત ઉપર આગ્રા યુવકસંઘ તરફથી મારા સૂચનાઓ કરતી વખતે એ માની જ લઉં છુ ં કે આપણે ઉપર એક કાગળ આવ્યો હતો. તેમાં નીચે પ્રમાણે આપણી પ્રાચીન સભ્યતાનો આશ્રય કોઈ દિવસ મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો : છોડવાના નથી, અને તેમાંના દોષો દૂર કરવાના “ભવિષ્યમાં શું કરવું એ બાબત મને કંઈ સૂઝતું નથી. પૂરેપૂરા પ્રયત્ન કરવાના છીએ. એટલે શુદ્ધ સેવા કરવા અમે અમારી આજુ બાજુ ની ખેડૂતપ્રજા સાથે અનુસધ ં ાન ઇચ્છનાર નવયુવકોએ શહે રોનો મોહ છોડ્યે જ છૂટકો કરવા ઇચ્છીએ છીએ, પણ તેને સારુ કોઈ રસ્તો છે. ગ્રામ્ય જીવન ગાળવાને માટે તૈયાર થવા સારુ અમને જડતો નથી. આપ અમારી આ સમસ્યાનો તેમણે પોતાના જીવનનું પરિવર્તન કરવું જોઈએ, અને કોઈ ઉકેલ સૂચવી શકો છો ? અમને લાગે છે કે રજાના દિવસો તેમની નિશાળો અને વિદ્યાલયોની અમારી જ ેમ બીજી પણ ઘણી સંસ્થાઓ આ જ આજુ બાજુ ના ગામડાંમાં વ્યતીત કરવા જોઈએ. તેમ મુશ્કેલીમાં છે. એટલે જો આપ यंग इंडिया કે नवजीवनમાં જ જ ે વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે, આ પ્રશ્નનો ઉત્તર આપો તો ઘણું જ સારું.” ગોરખપુરના યુવક સંઘ તરફથી મને આપેલા અથવા જ ેમને પોતાનો અભ્યાસ હવે આગળ વધારવો માનપત્રમાં પણ આવા જ ઉદ્ગારો હતા. આજ ે નથી, તેમણે ગામડાંમાં જઈને દટાઈ જવું જોઈએ. આપણા નવયુવકોની સામે આજીવિકાનો જ ે કઠણ અખિલ ભારત ચરખા સંઘ અને તેની છાયા નીચે સવાલ ઊભો થયો છે તેની બાબતમાં પણ તેમાં મને આખા દેશમાં સ્થપાયેલી અનેક ખાદી સંસ્થાઓ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. મારા મત પ્રમાણે આ પાસેથી આ કામની તૈયારી માટે તેમને પૂરેપૂરી મદદ બે પ્રશ્નો — ગ્રામસેવા અને આજીવિકા — પરસ્પર મળી શકે છે. અને જો ગામડાંના સાદા જીવનથી તેમને નિકટ સંબંધ ધરાવે છે. જો નવયુવકો શહે રી જીવનની સંતોષ વળી શકતો હોય તો તેમને માટે આજીવિકાનાં જગાએ ગ્રામ્ય જીવનને માટે તૈયાર હોય તો આ બંને સાધનો પણ આ સંસ્થાઓ દ્વારા પૂરાં પાડી શકાય પ્રશ્નોનું નિરાકરણ એકસાથે જ થઈ શકે એમ છે. એમ છે. આજ ે આ સંસ્થા મારફત ૧,૫૦૦ આપણે એક પ્રાચીન ગ્રામ્ય સભ્યતાના વારસ છીએ. જુ વાનિયાઓ ૧૫થી ૧૫૦ સુધી માસિક મેળવે છે, આપણા દેશનાં વિસ્તાર, જનસંખ્યા, ભૌગોલિક અને હજુ યે ગમે તેટલી સંખ્યામાં ઉદ્યમી, પ્રામાણિક સ્થિતિ અને આબોહવા ઉપરથી તે ખાસ ગ્રામ્ય અને શારીરિક શ્રમનો જ ેમને સંકોચ ન હોય એવા સભ્યતાને માટે જ વિધાતાએ નિર્મેલો લાગે છે. આ નવયુવકોને તેઓ આજીવિકા આપી શકે છે. તે ઉપરાંત સભ્યતાને અંગે દોષો પેદા નથી થયા એમ કહે વા હં ુ આપણી રાષ્ટ્રીય શાળાઓ આપણા નવયુવકોની નથી માગતો. પણ આ દોષો સહે જ ે મટાડી શકાય મર્યાદિત સંખ્યા રોકી શકે છે. જો રાષ્ટ્રીય શિક્ષણ તેવા છે. આપણી પ્રાચીન ગ્રામ્ય સભ્યતાને મૂળથી આપણા દેશમાં વધારે વ્યાપક હોત તો અસંખ્ય ઉખેડી તેની જગ્યાએ શહે રી સભ્યતા સ્થાપવી એ નવયુવકોને તે કામ આપી શકત. એટલે બધા મને તદ્દન અશક્ય લાગે છે. વિનાશક ઉપાયોથી નવયુવકોને, જ ે હાલની પરિસ્થિતિ અને જીવનશૈલીથી હિં દુસ્તાનની ૩૦ કરોડની જનસંખ્યા ઘટાડી ત્રીસ કે અસંતુષ્ટ છે એમને, દેશની મૂંગી સેવા અને પુનર્ર ચના ત્રણ લાખ જ ેટલી કરી નાંખવા માટે આપણે તૈયાર માટે નિર્માયેલી આ બે સંસ્થાઓના ઊંડા અભ્યાસ હોઈએ તો તે એક જુ દી વાત છે. એટલે હં ુ મારી બધી કરવા મારી નમ્ર વિનંતી    છ.ે [નવજીવન, તા. ૧૦-૧૧-૧૯૨૯]

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

289


જીવંત કલા૧ [નીચેના લેખના કર્તા પોતાનો લેખ મોકલતાં લખે છે:

“આ કાગળની સાથે મારો લેખ મોકલું છુ ં જ ે यंग इन्डियाને માટે આપ યોગ્ય સમજશો, એવી આશા રાખું છુ .ં यंग इन्डिया મારે માટે એક પ્રેરક બળ છે. કારણ આપના આદર્શો માટે મને ઊંડી લાગણી છે, અને આપ માનવસમાજની સેવા કરી રહ્યાં છો. તે માટે હં ુ બહુ ઋણી છુ .ં જ ે લેખ હં ુ આ સાથે મોકલું છુ ં તેમાં હં ુ એ બતાવવાની આશા રાખું છુ ં કે આપનો આદર્શ માનવ આદર્શ છે, જ્યારે જગતમાં જ ેનો ધો ચાલી રહ્યો છે તે આદર્શ યાંત્રિક અમાનવ આદર્શ છે. મારી લાયકાત જાણવાની કદાચ આપ यंग इन्डियाના અધિપતિ તરીકે ઇચ્છા રાખો. એટલે જણાવું છુ ં કે હં ુ એક અમેરિકન ચિત્રકાર છુ ,ં અને ઘણાં વર્ષોથી હિં દી ધર્મોના અભ્યાસમાં રસ લેતો આવ્યો છુ .ં ટ્રુ બ્નરની પૌર્વાર્ત્ય ગ્રંથમાલામાં મેં પાલી ગ્રંથોને આધારે ગૌતમ બુદ્ધનું જીવનચરિત્ર લખ્યું છે.” આ પત્રમાં હં ુ એટલું જ ઉમેરીશ કે યંત્રપૂજાનો આ વિરોધ યંત્રયુગના કડવામીઠા અનુભવો લીધેલા એવા એક પાશ્ચાત્ય લેખકે કરે લો છે, એટલે તેનું રહસ્ય વાચક હૃદયમાં ઉતારશે એવી આશા રાખું છુ .ં વાચક એમ ન સમજ ે કે લેખક કે હં ુ યંત્રનો તે યંત્ર છે માટે જ વિરોધ કરનારા છીએ. વિરોધ તો મનુષ્યનું સ્થાન યંત્ર લઈ લે છે, મનુષ્યને યંત્ર પોતાનો ગુલામ બનાવે છે એ વસ્તુનો છે.1 મો. ક. ગાંધી] ઊંચી આકાશચુંબી ઇમારતો અને ભયંકર કાન ફોડે એવા અવાજોથી ભરે લા એક પાશ્ચાત્ય નગરના મહોલ્લાઓમાંથી માનવજાતિનો પરિચય દેનારા એક 1. “દુનિયા પર ફરી વળેલા અમાનુષી યાંત્રિક આદર્શની સરખામણીમાં ગાંધીનો આદર્શ માનવીય છે” તે સંબંધિત ચર્ચા કરતો આ લેખ એક અમેરિકન ચિત્રકારે લખ્યો છે. 290

સંગ્રહસ્થાનના શાંત ખંડોમાં હં ુ ગયો. ત્યાં જઈને જ ે અસર થઈ તે હં ુ પૂરેપૂરી સમજુ ં તે પહે લાં તો બુદ્ધની મૂર્તિઓની સનાતન શાંતિ મને ઘેરી લેતી હોય એમ મેં અનુભવ્યું. હં ુ આગળ ચાલ્યો — કુતૂહલ — અશાંત કુ તૂહલ, હં ુ આગળ ધપ્યો તો પૂર્વેથી આવેલી અનેક વસ્તુઓના સંગ્રહવાળા ખંડોમાં મેં પ્રવેશ કર્યો. આ વસ્તુઓમાં એશિયા અને શાંત મહાસાગરના ખંડોની કળા મૂર્તિમંત થતી હતી. અહીં બુદ્ધની શાંતિ એક પ્રકારના ચેતનવંત જીવનમાં પરિણમી અને મને જાણે ચંદન અને ચંપાના ફૂલની સુગંધ આવવા લાગી. પૌર્વાત્ય હાથોના કુ શળ અને સુકુમાર કલાવિધાનથી બનેલી વસ્તુઓમાંથી જીવન વહે તું હોય એમ લાગ્યું. કારણ લાકડાની અને બીજી અનેક કારીગરીની વસ્તુઓમાં જીવન ભરવામાં આવેલું હતું, અને તે જ જીવન અગમ્ય રીતે તેમાંથી વહે તું હતું, અને રગેરગને સ્નિગ્ધ, ઉષ્માપ્રદ સ્પર્શ કરતું હતું. પાશ્ચાત્ય નગરના લોખંડી સ્પર્શ પછી આ સ્પર્શનો વિરોધ અધિક સ્પષ્ટ ભાસતો હતો. એક લાંબી નાજુ ક નાવડી જોઈને મને અતિશય આનંદ થયો. એ નાવડીમાં કોઈ મનુષ્યનો જીવંત સ્પર્શ ભાસતો હતો, એ કોઈ યંત્રની નિર્જીવ કૃ તિ નહોતી. એ નાવડી પર લાલ અને કાળા રં ગની સુંદર આકૃ તિઓ હતી. તેની અંદર જીવંત ઊડતી માછલીઓ મૂર્તિમંત થતી હતી. આ નાનકડા નાવડાની પાસે કલકત્તાની નદીમાં મેં જોઈ છે તેવી હોડીઓ હતી. અને એ હોડીઓમાં ઊંડી બખોલો હતી — બળતા સૂરજતાપથી રક્ષણ આપનારી અદ્ભુત બખોલો હતી. આ સંગ્રહસ્થાનમાં હિં દ, સિંહલદ્વીપ અને બ્રહ્મદેશે પોતાના જીવનનો ફાળો આપ્યો હતો. એ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


વસ્તુઓ પૂર્વનાં મારાં સ્મરણો તાજાં કરતી હતી. એને જોઈને મને સિંહલદ્વીપનું શ્વેત બૌદ્ધ મંદિર યાદ આવ્યું. પશ્ચિમનાં મોટાં જબરજસ્ત મકાનો જોયાં પછી આ નાનકડાં મકાનો જોઈને મને આશ્ચર્ય થયું હતું. આ નાનકડાં મકાનોમાં જ ે શક્તિ છે તે પેલાં મોટાં મકાનોમાં નથી એમ મને લાગે છે. કેવળ કદની કશી અસર થતી નથી, કારણ નાનકડુ ં મકાન માણસ યંત્રની ઓછામાં ઓછી મદદથી બાંધે છે; એટલે તે લોખંડ અને યંત્રથી બનેલાં રાક્ષસી મકાનો કરતાં વધારે માનવતાવાળું, વધારે દૈવી અને વધારે અર્થગર્ભ લાગે છે. હિં દુસ્તાનના હમીરપુર ગામનાં કાદવનાં ઘરો મને યાદ આવ્યાં, બનારસનાં ગરીબ ઘરો ઉપરનાં સફે દ ચૂનામાં ચીતરલાં ચિત્રો યાદ આવ્યાં, હિમાલયનાં પહાડી ગામડાંનાં ઝૂંપડાની ભીંતો અને આંગણાં યાદ આવ્યાં, રામલીલાને પ્રસંગે નીકળનારી રથયાત્રા માટે બનાવેલા ભૂરા ઘોડાનું સફલ સૌંદર્ય યાદ આવ્યું. હિં દમાં મને આ વસ્તુઓ ત્યાંના મોટા મહે લો અને મંદિરો જ ેવી જ મહત્ત્વની લાગી હતી. પણ અહીં આ સંગ્રહસ્થાનમાં મને એકાએક સ્ફુર્યું કે પૂર્વે જ ે આકૃ તિઓમાં પોતાપણું દાખવ્યું છે તે મનુષ્યના હાથની જીવંત કલાકૃ તિઓ છે. એક સમય એવો હતો કે જ્યારે આખા જગતમાં આ સ્થિતિ હતી, પણ આજ ે એ સ્થિતિ રહી નથી. આજ ે પશ્ચિમમાં તો કેવળ ધનિકોને જ ત્યાં આવી કલાકૃ તિઓ હોય છે. તેઓ હાથથી બનેલા ગાલીચા, માટીનાં વાસણો, ચિત્રો, લાકડાની વસ્તુઓ અને વસ્ત્રોનાં સંગ્રહસ્થાન પોતાનાં ઘરોમાં રાખે છે. મનુષ્યમાં પોતાને હાથે કામ કરવાની, અને તેવાં કામમાં આનંદ લેવાની સ્વાભાવિક ઇચ્છા હોય છે, અને માનવહસ્તકલાથી જ જ ે પ્રાણ આવી શકે તે પ્રાણથી ભરે લી વસ્તુઓ પોતાની આસપાસ રાખવાની સ્વાભાવિક ઇચ્છા હોય છે. પશ્ચિમમાં જ ે અશાંતિ, તરે હતરે હની ફે શનો માટે ઉત્પાતિયા ઘેલછા જોવામાં આવે છે તેનું કારણ એ તો ન હોય કે પશ્ચિમમાં नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

માનવહસ્તકલાથી જ જે પ્રાણ આવી શકે તે પ્રાણથી ભરેલી વસ્તુઓ પોતાની આસપાસ રાખવાની સ્વાભાવિક ઇચ્છા હોય છે. પશ્ચિમમાં જે અશાંતિ, તરેહતરેહની ફેશનો માટે ઉત્પાતિયા ઘેલછા જોવામાં આવે છે તેનું કારણ એ તો ન હોય કે પશ્ચિમમાં યંત્રથી બનેલી જીવનશૂન્ય કૃતિઓ ઉભરાય છે?

યંત્રથી બનેલી જીવનશૂન્ય કૃ તિઓ ઉભરાય છે? એક મોટા કલાકારનાં વચનો ઉતારૂં છુ  ં : “કોઈ કૃ તિ તૈયાર કરવામાં આવે છે, ત્યારે તેમાં જીવન પૂરવામાં આવે છે અને તે કૃ તિ જીવંત બને છે. વણાટ, સ્થાપત્ય, કોતરકામ બધામાં માણસને પોતાનું જીવન ઠાલવવાનું મન થાય છે, અને આપોઆપ એ બધી કૃ તિમાં તેનું જીવન ઊતરે છે, અને એ વસ્તુ પાછી પોતાનું જીવન તેના પ્રેક્ષક તરફ ફે લાવે છે. એટલે કે જ ે માણસ કંઈ પણ વસ્તુ રસપૂર્વક બનાવે છે તેમાં જીવન ભર્યાં વિના રહે તો નથી, અને તે વસ્તુને સ્પર્શ કરનારને માટે તેને એક જીવનનો ઝરો બનાવી મૂકે છે. એટલે ગાંધીની ખાદી વણનાર વણકર બીજાને જીવન આપે છે. એ જ જીવનદાન છે.” જ ે યંત્રયુગમાં માણસ યંત્રનો ગુલામ બને છે એ યુગનું ચિત્ર સેમ્યુઅલ બટલરે આલેખ્યું છે. એ ભીષણ યંત્રયુગમાં આપણે પ્રવેશ કર્યો છે. અમેરિકન સંસ્કૃતિમાં ધીમે ધીમે છૂપી રીતે યંત્ર પ્રવેશતું જાય છે. યુરોપમાં પણ આપણે સાંભળીએ છીએ કે નૂતન રશિયા યંત્રનું પૂજક બન્યું છે અને માનવ લાગણીઓની અવગણના કરે છે. યંત્રનો આદર્શનો સીધો વિરોધ હિં દુસ્તાન જ ેટલો ભાગ્યે જ બીજા કોઈ દેશે સૈકાથી કર્યો હશે. અતિશય પ્રાચીન કાળથી હિં દે મનુષ્યને ઈશ્વરના અંશ તરીકે વર્ણવ્યો છે — આખા વિશ્વને એક 291


પરબ્રહ્મની લીલા તરીકે વર્ણવ્યુ​ું છે. મનુષ્યમાં જ કાળ અને દેશને જીતવાની શક્તિ છે. હિં દે યોગ્ય રીતે શક્તિની પૂજા કરી છે, અને એ પૂજાથી જ પરબ્રહ્મને પહોંચી શકાય છે એમ માન્યું છે. શિવ અને શક્તિના સંબંધમાં એ જ તત્ત્વ રહે લું છે. હિં દના પ્રાચીન માનવશાસ્ત્રીઓ આજના કોઈ પણ માનવશાસ્ત્રીના જ ેટલું જ સમજતા હતા કે બધી ઇન્દ્રિયો સ્પર્શેન્દ્રિયની વિકૃ તિમાત્ર છે. હાથથી બનેલી વસ્તુઓમાં તેના બનાવનારનું જીવન ઊતર્યા વિના રહે તું નથી. પદાર્થનો ઘડનાર પદાર્થમાં પોતાનું ચારિત્ર ઉતારે છે. કળા એટલે કળાકારના જીવનનો અવતાર — એમાં જ કળાનું મહત્ત્વ અને કળાની સત્યતા રહે લાં છે. મનુષ્ય કાંઈ પણ કૃ તિ કરે તેમાં પોતાને ઉતાર્યાં વિના રહે તો જ નથી. એટલે ઉત્તમ સ્વાનુભૂતિવાળા મનુષ્યોની કૃ તિઓ જગતમાં ઉત્તમોત્તમ છે. તેમની જ કળા શ્રેષ્ઠ છે. આવી કૃ તિઓની અસર આપણને થાય એમ આપણે ઇચ્છીએ છીએ. પ્લેટોએ જ ે મહાસત્ય કહ્યું છે કે સત્ય, શિવ અને સુંદર એક જ છે તે સનાતન સત્ય છે. શ્રેષ્ઠ સાધુતા અને શ્રેષ્ઠ સૌંદર્ય વચ્ચે કશો જ ભેદ નથી. યંત્ર જીવનશૂન્ય હોય છે, તેની કૃ તિમાં જીવન

નથી, મૃત્યુ છે. આપણે યંત્રની કૃ તિઓથી વીંટળાયેલા હોઈએ છીએ ત્યારે આપણે જીવનશૂન્ય જગતમાં વસીએ છીએ, જીવંત હસ્તકલાને બદલે યંત્રની કૃ તિને પસંદ કરવામાં આપણે પ્રાણદાયક વસ્તુને ઠેલીએ છીએ. હાથને બદલે યંત્રથી વસ્તુઓ બનાવવાથી આપણે આપણી સર્જકશક્તિ ખોઈએ છીએ, અને એ શક્તિનો ઉપયોગ ન થવાથી આપણે નપુંસક બનતા જઈએ છીએ. કારણ મનુષ્ય મગજ હસ્ત દ્વારા ચાલે છે. આજ ે જ મોટરકાર આપણી સ્થૂળતા અને નિશ્ચેષ્ટતા બતાવી રહી છે. એક કાળ જરૂર આવશે જ્યારે મનુષ્ય યંત્રની સામે થશે અને પોતાના મન સાથે પૂછશે : “વિશ્વની બધી સમૃદ્ધિ મેળવી આત્માને ખોવામાં શો લાભ? એ ભાવના એનામાં જાગ્રત થશે ત્યારે તે યંત્રનો દાસ બનતો અટકશે. અને બીજાને તે પોતાના દાસ બનાવતો અટકશે હિં દુસ્તાનની તો હવા જ એવી છે. ત્યાં મોટાં કારખાનાં નરકરૂપ ભાસે છે, ત્યાં સાદું જીવન જ સ્વાભાવિક છે, અને ત્યાંના ધર્મ જ મનુષ્યને યંત્રનો દાસ બનાવવાની વિરુદ્ધ છે એટલે હિં દુસ્તાનમાંથી જ યંત્રયુગના રાક્ષસનો પ્રબળ વિરોધ થવો જોઈએ. [નવજીવન, તા. ૨૪-૦૩-૧૯૨૯]

“યંત્રનો તો કોઈ વિરોધી નથી. ગાંધીજીનો વિરોધ તો યંત્ર પાછળની ઘેલછાભરી આંધળી દોટ માટે હતો. આપણે યોગ્ય ટૅક્નૉલૉજી (‘ઍપ્રોપ્રિયેટ ટૅક્નૉલૉજી’) વિકસાવીને તેને અપનાવી શકીએ.” અહીં આપણે પૂછીએ, “જ ે યોગ્ય ગણાય તેની હદ કઈ? અને પછી ઘેલછાભરી આંધળી દોટ કઈ હદથી ગણાય?” એ માટે પછી ઉદાહરણો આપવામાં આવે; જ ેમ કે, પર્યાવરણનો નાશ અથવા અમર્યાદ પ્રદૂષણ. પણ એક સીમારે ખા નક્કી કરવાનું તો મુશ્કેલ છે જ. અયોગ્ય (‘ઇનઍપ્રોપ્રિયેટ’) તે શું, તેની ઉપર આંગળી મૂકીને આપણે બતાવી શકીએ; પણ યોગ્ય (‘ઍપ્રોપ્રિયેટ’) એટલે શું, તે સ્પષ્ટ રીતે નક્કી કરી શકતા નથી. અહીં આ જ ે પ્રશ્ન ઉઠાવ્યો તેના જવાબ માટે સંપૂર્ણ નિરૂપણ કરવાનું, આ ટૂ કં ા ઉપોદ્ઘાતમાં શક્ય નથી. નિખાલસપણે કહીએ તો હં ુ પોતે આ પ્રશ્નનો કોઈ જ સમાધાનકારી ઉત્તર આપી શકવાની સ્થિતિમાં નથી. કેટલાંક ક્ષેત્રોમાં આપણી પાસે એને નહીં અપનાવવાનો કોઈ વિકલ્પ નથી; એટલું જ આપણે એકંદર કહી શકીએ. પ્રો. એમ. એલ. દાંતવાલા [‘અન્ટુ ધિસ લાસ્ટ’ પુસ્તકની પ્રસ્તાવનામાંથી] 292

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


છોકરાં પ્રત્યે નિર્દયતા સૌ. વિદ્યા રમણભાઈ નીલકંઠ

આપણા દેશમાં છોકરાં માટે અત્યંત લોલુપતા

આપણે રાખીએ છીએ; છતાં તેમની તરફ એકંદરે કેટલી નિર્દય વર્તણૂક આપણે ચલાવીએ છીએ તે વિચારવા જ ેવી બાબત છે. છોકરાંને તેમની માતાઓ જ જાણે તેમને માર મારવાનો પરમેશ્વરે પરવાનો આપ્યો હોય તેમ કારણસર અને વગર કારણે હં મેશ મારે છે. છોેકરાંના વાંક માટે, બીજાંના વાંક માટે, કોઈના પર ખાર કાઢવા અથવા પોતાની અનેક મૂંઝવણોના ઉપાય તરીકે કુ મળાં બાળકોને માબાપ અતિશય માર મારે છે. ક્રોધના પ્રમાણમાં મારનું પ્રમાણ વધતાં ઘણી વાર અસહ્ય માર પણ મારવામાં આવે છે. એવી વખતે માબાપની વત્સલતા અને ખાસ કરીને માનો દયાળુ સ્વભાવ તથા સ્ત્રીજાતિની કોમળતા જાણે લુપ્ત થઈ જાય છે. આપણે આધારે પડેલા અસહાય મનુષ્ય-પ્રાણી પર આ ઘાતકીપણું સર્વથા નિંદાપાત્ર છે, અને આપણાં પોતાનાં બાળકો તરફ તો અક્ષમ્ય છે. માટે સર્વે માબાપો પોતાનાં વહાલાં સંતાન તરફનું વર્તન સુધારે નહીં ત્યાં સુધી તેઓ માતાપિતાનું પદ ભોગવવાને યોગ્ય નથી. આ વર્તન આપણી સ્ત્રીઓ તેમ જ આપણા પુરુષો બદલી પોતાની આસપાસનાં તેવું વર્તન કરતાં હોય તેને બોધથી તથા દૃષ્ટાંતથી સુધારવા પ્રયાસ કરે એ ઇચ્છવા જ ેવું છે. માતાપિતા ઉપરાંત શાળાના શિક્ષકોને પણ આ બાબત વિનંતી કરવાની છે; કારણ કે, ઘેરથી નીકળી બાળકો નિશાળે જાય છે ત્યાં પણ તે નિર્દોષ પ્રાણીઓ તરફ ક્રૂર વર્તન કરવામાં આવે છે. નજીવા કારણસર ધપ્પા, મુક્કા, સોટી વગેરેના માર મારી તેમને નઠોર બનાવી દેવામાં આવે છે. માર મારવો પડે એવો વાંક છોકરાં જવલ્લે જ કરે છે; અને તેવા પ્રસંગોએ પણ માર મારવાનો હક છે કે નહીં તે સવાલ

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

બાજુ એ મૂકતાં, વારં વાર વગર અગત્યે ક્રોધને વશ થઈ, તેઓ આપણા કબજામાં છે એમ માની છોકરાંને માર મારવાની સામાન્ય રીતથી બાળકોનાં જીવનની મીઠાશ કેટલી બધી ઘટી જાય છે તે વિચારવાનું સહજ છે. તેવો માર મારનાર શાંતિને વખતે વિચાર કરશે તો તેમને પોતાના વર્તનનું ગેરવાજબીપણું માલૂમ પડી આવશે. એક વાર એક નિશાળના મેદાનમાં નાના છોકરાઓને શિક્ષક કવાયત કરાવતો હતો. ત્યાં ઊભા રહે વાનો મને પ્રસંગ થતાં મેં જોયું કે, રસ્તા વચ્ચે તે જગા આવેલી હોવાથી રાહદારીઓ કવાયત જોવા એકઠા થયેલા હતા; અને છોકરાની મનની સ્વાભાવિક ચંચળતાને લીધે તેઓ કોઈ વાર લોકો તરફ નજર કરતાં માસ્તરની નજરે જરા તે પડે કે છોકરાના લમણા પર ટપ ધપ્પો પડે. એમ દસ પંદર છોકરાને ઝપાટા પડ્યા. મોઢેથી તેમને એક પણ વાર રોકવામાં આવ્યા જ ન હતા. રસ્તા વચ્ચે ઊભા રહે વાનું, તમાશો જોવા એકઠા થયેલા લોકોનું આકર્ષણ, રમત જ ેવો વિષય છતાં જરા ધ્યાન ખસતાં મારથી જ વાર્તા આમ દરરોજ સવારથી સાંજ સુધી શાળાઓમાં કેટલાંએ છોકરાં માર ખાતાં હશે. જીવનની કટુતાનો, ઘેર માબાપો અને શાળામાં શિક્ષકો કેટલી વાર અનુભવ કરાવે છે એ જોઈ કોને લાગણી ન થાય? એક બીજો દાખલો મને ખબર છે, એક છોકરાએ વર્ગમાં શિક્ષકના સવાલનો જવાબ કાંઈક મશ્કરીની ઢબમાં આપ્યો (જ ેમ કે, ‘જ ે-પેન બતાવો’ કહે તાં ગજવામાંથી જ ે જાતની સ્ટીલપેન બતાવી તે પ્રકારનો). અલબત્ત, છોકરાએ શિક્ષક સાથે એવું વર્તન ન કરવું ઘટે, અને તે માટે છોકરાને ઠપકો દેવો જોઈએ, અગર બીજી સજા કરવી જોઈએ. પરં તુ ઉપર કહે લા શિક્ષકે તે છોકરાને 293


નેતરથી સો ફટકા વાંસા પર એટલા જોરથી માર્યા કે, લૂગડાંની અંદરથી તેની ચામડી ચીરાઈ. તેનો ઘા કાયમ રહ્યો. આ તે શિક્ષકપણું, કે કસાઈપણું! આપણાં માબાપો તેમનાં બાળકો નિશાળે જાય પછી તેમના સંબંધમાં કાંઈ કાળજી રાખતાં નથી, તેમ જ

સ્વમાનની લાગણીને અભાવે અન્યાય સાંખી જવાની ટેવ પડવાથી આવાં પરિણામ આવે છે. દયાળુ હૃદયો પુષ્પ સમાન કોમળ બાળકોનાં જીવન ઉલ્લાસવંત કરવા પ્રયાસ કરશે એવી ઉમેદ છે.

[નવજીવન, તા. ૧૬-૧૧-૧૯૧૯]

o

ત્રીજા વર્ગની મુસાફરી મીરાંબહે ન (મૅડલ ે ીન સ્લેડ)

તા. ૨૦મી નવેમ્બરે હં ુ જ્યારે ગાંધીજીથી પ્રયાગમાં

છૂટી પડી ત્યારે પટણા જતી ત્રીજા વર્ગની ગાડીમાં બેઠી. ડબ્બો નાનો હતો અને દસ્તૂર મુજબ ગંદો તો હતો જ. પણ લાંબા થઈ શકાય એટલી એમાં સોઈ હતી ખરી. એની ઉપર મારી કામળી બિછાવીને થાકીપાકી લાંબી થઈને હં ુ સૂતી. પણ જરાકવાર થઈ એટલામાં તો કોઈ મારા પગ તાણી રહ્યું હતું. હં ુ જાગી ઊઠી. મેં જોયું કે અમે બીજ ે સ્ટેશને આવ્યાં છીએ. ગાડી ભરાવા લાગી. બે સ્ત્રીઓ હં ુ જ્યાં પડી હતી ત્યાં બેસવા ઇચ્છતી હતી, એટલે મેં મારી કામળી તાણી લીધી અને તેમને સારુ જગ્યા કરી. મારું દફતર પડખે મૂક્યું ને મેં કામનો આરં ભ કર્યો. પણ હવે કામ થાય એવું રહ્યું નહોતું. સવાલોની કતાર જામી. પડોશીએ પૂછ્યું, “તમે ક્યાંથી આવ્યાં?” “પ્રયાગથી,” અને બીજો પ્રશ્ન થાય તે પહે લાં જ આટોપી વાળવા મેં ઉમેર્યું, “હં ુ પટણા જાઉં છુ .ં ” પણ એમ પ્રશ્નાવલિ પૂરી થાય તેમ નહોતું. મારી તરફ તાકીને અને મારી ખાદી જોઈને તે બોલી, “ત્યારે તમે ક્યાં રહો છો?” “ગુજરાતમાં ગાંધીજીના આશ્રમમાં” મેં જવાબ આપ્યો. હવે પૂછવું શું? એક પછી એક પ્રશ્નોનો ધસારો થયો. તેમાં એક ભાઈ પણ જોડાયા. હં ુ ઘણીયે મારા 294

કામને પહોંચવાનો પ્રયત્ન કરું , પણ પડોશીની જિજ્ઞાસાને હદ જ નહોતી. જરાક મારી કલમ ચાલી કે પ્રશ્ન આવ્યો જ છે, અને એ બીચારી એટલી નમ્રતાથી અને નિખાલસતાથી પૂછતી હતી કે જવાબ દીધા વિના ન જ ચાલે. છેવટે એ થાકી. એની આંખમાં ઊંઘ ભરાઈ. “મને આશ્રમમાં લઈ જશો ને?” એમ કહે તી તે નિદ્રાવશ થઈ. પેલા ભાઈએ વાત લંબાવી. પણ છેવટે તો એને ઝોલાં આવ્યાં. એટલે મને કાંઈક આશા બંધાઈ કે હવે હં ુ મારા કામને પહોંચી શકીશ. એટલામાં તો બીજુ ં સ્ટેશન આવ્યું. ઉતારુઓની ભરતી થઈ, અને મેં જોયું કે લખી શકાય એટલી સગવડ હવે રહે વાની જ નથી. અમારો ડબ્બો બફાઈ મરીએ એટલે સુધી ભરાઈ ચૂક્યો હતો, પણ ઉતારુનો ધસારો બંધ ન થયો. જગ્યા બધી રોકાઈ જવાથી, અને દરવાજો અંદરથી ઊઘડતો હોવાથી ઊઘડી શકે તેમ નહોતો, એટલે ઉતારુઓ બારીમાંથી ગરકીને પોતાનો સામાન પણ સાથે ફેં કતા. તેઓ અંદર ધસવા લાગ્યા. બેચાર મિનિટ તો લડાઈ ચાલી, અંધાધૂંધી અને અવાજનું સામ્રાજ્ય ચાલ્યું. રે લવેના કોઈ અમલદારે આ તરફ નજર સરખીયે નાંખવાનું દુરસ્ત ન ધાર્યું. ગાડી ચાલી. જ ેઓ બારીએથી અંદર ઘૂસ્યા હતા તેમણે ક્યાંક તો સમાવાનું હતું જ. હિં દુ સ્વભાવમાં જ એટલી નરમાશ અને સગવડ રહે લી [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


છે કે સાંકડેમોકળે સૌ સમાઈ રહ્યાં લાગ્યાં. કોઈ સામાન મૂકવાની અભરાઈમાં સામાનની સાથે ગોઠવાઈ ગયા, કોઈ વચ્ચેની સૂવાની પાટલીઓ ઉપર ચડી બેઠા, કોઈ વચલી પીઠની સપાટી ઉપર બેઠા, તો કોઈ પોતાના સામાન ઉપર બેસી ગયા; અને આમ છતાં પણ જ ે કેટલાક બેસી શકે એમ નહોતા તે દીવાલ અઢેલીને ઊભા રહ્યા. જ ે ડબ્બામાં ‘બાર સિપાઈઓને સારુ’ એમ લખ્યું હતું તેમાં મેં ગણી જોયું તો ચોત્રીસ પુરુષો, ચાર સ્ત્રીઓ, બે છોકરાં અને બે કાખમાં રહે લાં છોકરાં એમ બધાં મળી અમે બેંતાળીસ છડિયાં હતાં! ગાડી ચાલતી હતી ત્યારે તો કંઈક હવાની આવજા થતી હતી, પણ જ્યારે સ્ટેશન આગળ થોભતી હતી ત્યારે તો અમે ગૂંગળાઈ જતાં હતાં. કેમ કે બારીઓની પાસે પણ ઉતારુઓ એટલા ભરાયા હતા કે ઉઘાડી છતાં બંધ કર્યા બરોબર થઈ રહ્યું હતું. ગરમી અસહ્ય હતી. જ ેઓ ઊભાં હતાં તેમને હમણાં તમ્મર આવશે એમ દેખાતું હતું. એટલે જરા વધારે દબાઈને બેઠલ ે ાઓએ એમને સારુ જગ્યા કરી, અને આ સ્થિતિમાં અમે કલાકો ગુજાર્યાં. ધીમે ધીમે સંયુક્ત પ્રાંતની સૂકી હવા અને દિવસનો તાપ ગયાં, અને બિહારની રાતની

ભેજવાળી શરદીનો આરં ભ થયો. મને ભૂખ તો લાગી હતી. મારી સાથે ખાવાનુંયે લીધું હતું, પણ નીચે પડેલી કોપલી ઉઠાવવી અને તેમાંથી કંઈ કાઢવું ને ખાવું એ અસંભવિત હતું. પાયખાનાની હાજત થાય ત્યારે ત્યાં લગી પહોંચવું એ પણ એવું જ અસંભવિત હતું. અને હવે રાત પડી એટલે વાંચવું પણ અસંભવિત હતું. આમ એક ખૂણામાં કચરાઈને સારી પેઠ ે અગવડમાં ધીરજ રાખીને ઠેકાણે પહોંચવાની રાહ જોવી રહી. હવે જ્યારે છેવટે પટણા પહોંચ્યાં ત્યારે ભીડમાંથી પોતે નીકળવું અને સામાનને કાઢવો એમાંયે સારી પેઠ ે શક્તિ અને કળાની જરૂરની આવશ્યકતા હતી. અને જો એ જ ડબ્બામાં જ ે એક ખાદીધારી ભાઈ હતા અને જ ેમને પણ પટણા ઊતરવાનું હતું તેમણે મને મદદ ન કરી હોત તો ગાડી ચાલ્યા પહે લાં હં ુ ઊતરી શકત કે નહીં તે વિશે મને શંકા છે. છેલ્લાં ચાર વર્ષમાં હિં દુસ્તાનમાં ત્રીજા વર્ગની ગાડીમાં મેં હજારો માઈલની મુસાફરી કરી છે, અને જ ે અનુભવ મેં વર્ણવ્યો છે એ અસાધારણ નહોતો. કોઈ પણ સુવ્યવસ્થિત રાજ્યતંત્રમાં આવી વસ્તુ અસંભવિત હોવી જોઈએ. [નવજીવન, તા. ૧૯-૧-૧૯૩૦]

o

એક સાધિકાની જીવનયાત્રા લેૹ મીરાંબહે ન(મૅડલ ે ીન સ્લેડ) અનુ. વનમાલા દેસાઈ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર બીજી આવૃત્તિ ૹ 2016 પેપર બેક સાઇઝ 5.5" # 8.5" ISBNૹ 81-7229-651-3 પાનાંૹ 336 • ૱ 200

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

૧૯૨૫થી ૧૯૪૮માં ગાંધીજીની અંતિમ વિદાય સુધી ગાંધીજીનાં ચુસ્ત અનુયાયી અને વિશ્વાસુ સાથી એવાં અંગ્રેજ નૌકા અધિકારીનાં પુત્રી મૅડલીન સ્લેડ જ ેઓ મીરાંબહે નના નામથી ઓળખાતાં તેમણે અંગ્રેજીમાં The Spirit’s Pilgrimage આત્મકથા લખી છે. ગાંધી-શતાબ્દીના વરસમાં ૧૯૬૯માં નવજીવને મીરાંબહે નની આત્મકથાનો ગુજરાતી અનુવાદ ‘એક સાધિકાની જીવનયાત્રા’ પ્રકાશિત કર્યો હતો. હાથમાં લીધા પછી મૂકવાનું મન ન થાય તેવી રસપ્રદ શૈલીમાં લખાયેલા આ પુસ્તકને પુનઃપ્રકાશિત [પ્રકાશકનું નિવેદનમાંથી] કરવામાં આવ્યું છે.

295


સાહિત્ય અને જર્મન કવિ શિલર જર્મન કવિ શિલરની ઓળખાણ ગુજરાતે કરવા જ ેવી

છે. એ મહાન કવિ ૧૭૫૯માં જન્મ્યો હતો અને ૧૮૦૫માં મરણ પામ્યો. મેઝીની એને શેક્સપિયર કરતાં પણ ઉત્તમ ગણે છે, કારણ કે શેક્સપિયર “કલાની ખાતર કલા” ખીલવતો ત્યારે શિલર, જનસમાજને ઉન્નત કરવા કલાનો ઉપયોગ કરતો હતો. મેઝીની એમ માનતો કે “કલાની ખાતર કલા” એ કલા પાસે વ્યભિચાર કરાવા જ ેવું છે. તેથી ઉદ્દેશ સાચવી, અમુક નિશાન તાકી, વાચકવર્ગને શિલર એ નિશાન પાસે લઈ જવાના ઇરાદાથી રચનાઓ કરતો તે એને બહુ ગમતી. શેક્સપિયરનું ‘હે મ્લેટ’, શિલરના ‘ડોન કારલોસ’ નાટક સાથે સરખાવવા જ ેવું છે. એ બંનેની વિગતવાર સમાલોચના આ લેખોમાં થઈ ના શકે, પરં તુ મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે, “ડોન કારલોસ” હે મ્લેટ કરતાં ચડિયાતું છે. એમાં મુદ્દો આ છે : પ્રજાનાં દુ:ખો આગળ આપણાં ખાનગી દુઃખ હિસાબનાં નથી; મનુષ્યબંધુઓની સેવા કરવામાં આપણા ભોગવિલાસ, સુખ વૈભવ અને છેવટે પ્રેમને પણ તુચ્છ ગણવાની જરૂર છે; અને કર્તવ્ય આગળ પ્રેમનું પણ બલિદાન આપી દેવું જોઈએ. આ સિદ્ધાંત ધ્યાનમાં રાખી શિલરે “ડોન કારલોસ” રચ્યું છે અને ઉત્તમ કવિની કલા, છટા તથા મનોવેધક શક્તિથી વાચક તેમ જ પ્રેક્ષકવર્ગને એ સિદ્ધાંતનો બોધ કર્યો છે. ચિંતામણિએ જ ેમ બિલ્વમંગળ પોતાના ઉપરનો પ્રેમ પ્રભુભક્તિમાં વાળવા ઉપદેશ કર્યો હતો તેવો જ ઉપદેશ સ્પેઇનની મહારાણી-જ ેને શાહજાદો કારલોસ શુદ્ધ પ્રમેથી ચાહતો હતો પણ જ ેનાં લગ્ન પાછળથી એ જ શાહજાદાના પિતા સાથે કરી નાખવામાં આવેલાં અને જ ે હવે એની ઓરમાન

296

હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ મા થયેલી તે મહારાણી-કારલોસને પિતૃદેશ સ્પેઇન તરફ-માતૃભૂમિ તરફ વળવા કહે છે ને ફતેહ પામે છે. “ડોન કારલોસ”ની મુખ્ય બીના એ પ્રમાણે છે. ‘વિલિયમ ટેલ’ એ શિલરનું બીજુ ં ઉત્તમ નાટક છે. એમાં એની અલૌકિક બુદ્ધિ અને સુંદર કલાનું અદ્ભુત મિશ્રણ થયું છે. યુરોપ ખાતે સ્વતંત્રાદેવી પહે લ વહે લી સ્વીટ્ઝરલેન્ડમાં ઊતરી હતી. આલ્પ્સ પર્વતના બહાદુર સ્વીઝ લોકો, રમણીય સરોવરોના પ્રદેશમાં રહે નારા, એક કાળે ઓસ્ટ્રીયન લોકોની ઝુંસરી તળે હતા. પરતંત્રતા માનભંગ કરે છે અને મનુષ્યત્વનો કેવો નાશ કરી નાખે છે એનું ભાન થતાં, સ્વીઝ પ્રજા આજથી ૭૦૦ વર્ષ ઉપર ખળભળી ઊઠી હતી. મોટો પ્રજાકીય બળવો કરી એણે ઓસ્ટ્રીયન રાજ્ય સાથેનો સંબંધ તોડી સ્વરાજ્ય સ્થાપ્યું હતું. એ બનાવની જાણે શિલર “જ્યુબિલી”– જયંતી ના ઊજવતો હોય, એવો ‘વિલિયમ ટેલ’ નાટકમાં એ દેખાય છે. જ્હોન ઑફ આર્ક (મેઇડ ઑફ ઓરલીઅન્સ), મેરી સ્ટુઅર્ટ વગેરે ઘણાં ઐતિહાસિક નાટકો એણે લખ્યાં છે. સંગીત કાવ્યો, બોધક કાવ્યો, નીતિનાં કાવ્યો અને નેધરલેન્ડનો ઇતિહાસ વગેરે ઘણા ગ્રંથો એણે પ્રસિદ્ધ કર્યા છે. એમાંના ઘણાખરાનાં, અંગ્રેજી ભાષામાં ભાષાંતર થઈ ગયાં છે. એનું સુંદર જીવનચરિત્ર પણ કારલાઇલે લખ્યું છે અને એકલા જર્મનીમાં જ નહીં પણ આખા યુરોપમાં એની શિષ્ટ સાક્ષર તરીકે ગણના થયેલી છે. દિલગીરીની વાત એટલી જ છે કે આપણા હિં દુસ્તાનની કોઈ શાળા પાઠશાળાઓમાં એનાં પુસ્તકો ઘણું કરીને પાઠ્યપુસ્તકો થવા પામ્યાં નથી અને તેથી આપણો શિક્ષિતવર્ગ એને વિશે થોડુ ં જ જાણે છે. કવિ શિલરે પોતાનું આખું જીવન, વિદ્યાદેવીની આરાધનામાં ગાળ્યું હતું. લખવું અને વાંચવું એ જ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


એનો ઉદ્યમ હતો. ધંધા માટે એ દાક્તરી શીખ્યો હતો પણ એનું ચિત્ત એમાં નહીં હોવાથી એ થોડોજ વખત એ ધંધામાં રહી શક્યો. “વિદ્યાવિલાસી” એ પદ આપણા ગુજરાતમાં બહુ માનપ્રદ ગણાતું હતું. શિક્ષકવર્ગ અને લોકનાયક જ ે વખતે ઇન્દ્રિયવૈભવમાં અને મોજશોખમાં પોતાનું જીવન ગાળતા હોય તે કાળે ‘વિદ્યાવિલાસ’ એ જરૂર ઉત્તમ ગણાય. પરં તુ શિલરના જીવનચરિત્ર પરથી માલૂમ પડે છે કે ‘વિદ્યા’ એ પણ ‘વિલાસ’ને માટે નથી, સેવા માટે છે. શિલરે પોતાની વિદ્યાનો, કલાનો અને સાક્ષરતાનો લાભ જનસમાજને ઉચ્ચ પ્રકારનાં રાજકીય, સામાજિક અને ધાર્મિક આદર્શો સમીપ લઈ જવામાં કર્યો છે. એનું ચારિત્ર્ય શુદ્ધ હતું. સાહિત્ય એ શિલરનો ધર્મ હતો. એના અંતર્યામીએ, એ પંથ પકડવાનો એને આદેશ કર્યો હતો. સુંદર અને ઉન્નતનાં દર્શન કરાવવા જ પ્રભુએ એને મોકલ્યો હતો; અને આ જગતમાં એ સિવાય એનું બીજુ ં કંઈ કાર્ય નહોતું. ખરા વીર પુરુષને છાજ ે એવા જુસ્સાથી એણે એ કાર્ય માથે લીધું અને ખીલવ્યું. એમાંથી વારં વાર એને જ ે પ્રેરણાઓ મળતી તેથી એ, પોતાના આત્માને ખિન્ન થઈ જતો અને નિરાશામાં ડૂ બી જતો બચાવી લેતો. એ કહે તો કે સાહિત્યનો ઉદ્દેશ કેવળ શેખચલ્લી જ ેવા તરં ગી થવાનો નથી. આળસુ માણસોને ખુશ કરવા કે મહે નતુ માણસોના થાક ઉતારવા એટલું જ કંઈ સાહિત્યનું કામ નથી. સભારં જન માટે રમુજી ખ્યાલના ટપ્પા રચવાથી કે તરે હવાર કોયડા કરવાથી મનુષ્યની ખરી સેવા નથી થતી. સાહિત્યલેખકોને પોતાનો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ સાહિત્ય દ્વારા સાધવાનો અધિકાર નથી. પોતાના રાગદ્વેષ પ્રદર્શિત કરવા, પૈસા પેદા કરવા કે કીર્તિ મેળવવા માટે પણ સાહિત્યનો ઉપયોગ કદાપિ ના થાય. જ ે લેખકો એવા સ્વાર્થી લાભ મેળવવા ખાતર नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

સાહિત્યને ભ્રષ્ટ કરે છે તેમને માટે એના જ ેવા નમ્ર સ્વભાવના માણસથી થઈ શકે એટલો ક્રોધ કરીને એ ઘણું કહે છે. સાહિત્યનો વેપાર કરનારા, ધનપ્રાપ્તિને માટે જ લખનારા લેખકોને એ કહે છે, “હે દુઃખી માનવ! તારામાં જ ે જ્ઞાન અને કલા રહે લાં છે એ લોકસેવાના ઉત્તમમાં ઉત્તમ સાધનો છે. એમને ક્ષુદ્રમાં ક્ષુદ્ર વૈતરાની માફક, કેવળ પેટ ભરવા કરતાં બીજા કોઈ સારા કામમાં વાપરવાનો તને પ્રયત્ન કરવો પણ નથી સૂઝતો? તું સંપૂર્ણ સ્વતંત્રતાના પ્રદેશમાં ફરનારો છે. શા માટે ગુલામ જ ેવો થઈને ફરે છે?” શિલરના અભિપ્રાય પ્રમાણે ખરા સાહિત્યમાં તત્ત્વજ્ઞાન, ધર્મ અને કલાનો અર્ક આવી રહ્યો હોય છે, મનુષ્યના અમર અંશો જ ે જ ે અસર કરે છે તે બધું ખરા સાહિત્યમાં હોય છે. સાહિત્ય એ દેવી સરસ્વતીનો ભંડાર છે; અને સરસ્વતી એ મનુષ્યની અંદર રહે લા બ્રહ્માની-પ્રભુની પુત્રી છે. આપણા સ્વભાવમાં જ ે જ ે કંઈ ઉન્નત અને સાત્ત્વિક છે તેની એ સંભાળ લે છે અને સેવા કરે છે. મનુષ્ય ઘણીવાર પોતાની મહત્તા ભૂલી જાય છે. તેને સાહિત્ય કવિતા અને કલા ઠેકાણે લાવી આપે છે. મનુષ્યને અધમ થતો એ બચાવે છે અને સાચવી લે છે. મનુષ્યોમાં જ ે પવિત્ર અગ્નિ બળ્યા કરે છે તે સંસારના પવનથી વખતે ઓલવાઈ જાય, આ જડ પૃથ્વીની ધૂળ વખતે એ અગ્નિને બુઝાવી નાખે તો સાહિત્યના અગ્નિહોત્રીઓ સાક્ષરો એ અગ્નિને પવનથી અને ધૂળથી સાચવી લઈ સદાકાળ એ જ્યોતને અખંડ બળતી રાખી આપે છે. આ દીપમાં ઘી પૂરનાર થવું, એને સાચવવો કે એનું રક્ષણ કરવું એ મૃત્યલોકના માનવીને માટે ઉત્તમમાં ઉત્તમ અધિકારનું કાર્ય છે. આના કરતાં વધારે મોટુ ં બીજુ ં કોઈ કાર્ય ક્ષણભંગુર દેહ ધારણ કરનાર મનુષ્યને માટે નથી. [નવજીવન, તા. ૧૨-૧૦-૧૯૧૯] 297


સાબરમતી જેલમાં સરદાર મહાદેવ દેસાઈ

એનું એ જ ખડખડાટ હસવું, એનાં એ જ કટાક્ષ

અને એનો એ જ ખુશમિજાજ! કોને લાગે કે સરદારનાં જ ેલમાં દર્શન કરીએ છીએ? ‘ગાંધીજીને એકવાર જવા દો ને, પછી બધું કરી બતાવશું,’ એમ કહીને સૌના કુ તૂહલને શમાવતા સરદાર ગાંધીજીના પહે લાં જ ેલમાં ચાલ્યા જશે એમ કોઈએ ધાર્યું નહોતું. બારડોલીમાં એમણે ગોઠવેલી સભાઓ રદ કરી હતી, ભરૂચમાં ભાષણ નછૂટકે આપવા પડ્યાં અને સવેળા ભાગી છૂટેલા. બોરસદમાં તો ગાંધીજી આવે ત્યારે લોકોએ શું કરવું એ તેમને સમજાવવા જ તેઓ ગયા હતા. પણ સરકારને ઇરાદાની શી પડી છે? સરકારને તો જ ે કાંટારૂપ લાગે તેને દૂર કરે . આચાર્ય કૃ પાલાની અને હં ુ તેમને ે ું : ‘આખરે આમ બાપુને મળ્યા ત્યારે અમે પૂછલ દગો દઈને, આગળ ચાલ્યા આવ્યા ના?’ એટલે ખડખડાટ હસતાં સરદાર બોલ્યા : ‘દગો તો સરકારે દીધો. બોરસદમાં મને પકડવાનો છે એમ જાણ્યું હોત તો હં ુ જાત જ શા સારુ?’ સુપરિન્ટેન્ડન્ટ સાહે બે પ્રથમ તો આગ્રહ ધરે લો કે સરદાર સાથે ગુજરાતીમાં વાત ન થઈ શકે, કારણ સુપરિન્ટેન્ડન્ટ સાહે બ સિંધી હોઈને ગુજરાતી ન સમજ ે. મેં કહ્યું : ‘એ તમારો વાંક કે મારો? ગુજરાતમાં સુપરિન્ટેન્ડન્ટ થવું અને ગુજરાતી ન જાણવું એ કેવું વિચિત્ર કહે વાય? હં ુ તો મારા બાપની સાથે અંગ્રેજીમાં બોલું તો વલ્લભભાઈ સાથે અંગ્રેજીમાં બોલું. બાકી તમે એવો જ આગ્રહ કરશો તો હં ુ મુલાકાત જવા દઈશ પણ અંગ્રેજીમાં ન બોલું.’ પેલો ગૂંચાયો. સરદાર હસતાં હસતાં કહે  : ‘એ આશ્રમવાળા લોકો એવા હોય છે કે ધારે લું જ કરે . એ તો અંગ્રેજીમાં નહીં જ બોલે.’ 298

સુપરિન્ટેન્ડન્ટને ઘૂંટડો ઊતર્યો, સરદારની પાસે શિક્ષણનો પહે લો પાઠ એમણે લીધો. એ બોલ્યા : ‘વારુ, ત્યારે એટલી શરતે તમે ગુજરાતીમાં બોલો કે હં ુ ન સમજુ ં ત્યાં મને અંગ્રેજીમાં સમજાવજો.’ મેં કહ્યું : ‘એ વાત બરોબર.’ ‘તમને કેવી રીતે રાખે છે?’ એમ પૂછતાં તેમણે ક્હ્યું : ‘ચોરલૂંટારાને જ ેવી રીતે રાખે છે તેવી રીતે મને પણ રાખે છે. બહુ આનંદ છે. આના જ ેવી લહે ર જિંદગીમાં કોઈવાર આવી નહોતી.’ ‘પણ નવા જ ેલનિયમો તમને લાગુ પડતા નથી?’ ‘સુપરિન્ટેન્ડન્ટને એ નિમયોની ખબર નથી, અને જ ેલ-મૅન્યુઅલ મને જોવા આપતા નથી.’ ‘તમને કોની સાથે રાખ્યા છે, ક્યાં રાખ્યા છે તે કહે શો?’ ‘હં મેશાં ગુનો કરનારા યુવાનોનો વૉર્ડ કહે વાય છે તેમાં; જોકે ત્યાં કોઈ યુવાનો તો નથી જ. પહે લે દિવસે તો આપણા જલાલપુરવાળા બિરાદરો જ ેઓ દારૂની ચોકી કરતાં વર્ષવર્ષની સજા મેળવીને આવ્યા છે તેઓે મારી સાથે હતા, પણ તેમને તરત ખસેડવામાં આવ્યા.’ સરદારનો તેમને ચેપ લાગે, અથવા સરદારની હૂંફ મેળવી શકે, તે તેમનાથી કેમ ખમાય? કુ રદતી રીતે પણ કાંઈક સારું થતું હોય તેને બગાડવાની પેરવી આપણી જ ેલમાં થાય છે, પણ જ ેલને મહે લ બનાવી મૂકનારાઓને શું નડે! સરદારે આગળ ચલાવ્યું : ‘અમારી ખોલી સાંજ ે પ|| વાગે બંધ થાય છે, અને સવારે ૭ વાગે ખૂલે છે. રવિવારે ૩|| વાગ્યાના પુરાઈએ છીએ.’ ‘સૂવાને માટે શું?’ ‘એક ખાસો કામળો આપ્યો છે ને, તે ઉપર આળોટીએ છીએ. મને પહે લે દિવસે લાગેલું કે ઊંઘ ન આવે, બસ પછી બીજ ે દિવસે તો ઘસઘસાટ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ઊંઘ આવવા માંડી તે એવી આવી કે બહાર કદી આવી નથી. હજી તો અંદર સુવરાવે છે. જો આ ઉનાળાના દિવસમાં બહાર સુવરાવતા હોય તો કેવું સારું ? વરં ડામાં પણ નથી સૂવા દેતા. ૧૯૨૨માં આપણા મિત્રોને બહાર સૂવા દેતા હતા એમ લાગે   છ.ે ’ ‘ખોરાકનું કેમ?’ ‘ખોરાકનું તો શું પૂછવું? જ ેલમાં કાંઈ મોજ કરવા થોડા આવ્યા છીએ? કાંઈક જાડા રોટલા અને દાળ એક દિવસ, અને રોટલા શાક બીજ ે દિવસે એમ આપે છે. ઘોડાને ખપે એવું તો હોય છે જ.’ ‘પણ માણસને ખપે એવું હોય છે કે નહીં?’ ‘શા સારુ નહીં? પાયખાને જવાનું ઠેકાણું નહોતું તે અહીં એકવાર નિયમિત પાયખાને જાઉં છુ ,ં પછી શું જોઈએ? પણ એની તું ચિંતા શા સારુ કરે છે? ત્રણ મહિના હવા ભરખીને રહી શકું એમ છુ .ં ’ કહીને ખડખડાટ હસી જ ેલનો દરવાજો ગજાવી મૂક્યો. પણ અમે થોડી વધારે વિગતો માગી. એ એટલા માટે આપું છુ ં કે આપણા સૈનિકો જાણી લે કે જ ેલમાં શું મળે છે અને સરદાર એને કેટલી લહે રથી ખાય છે. સરદારે કહ્યું : “સવારે જુ વારનો રોટલો અને નમકની બનાવેલી કાંજી મળે છે. એ તો નથી લેતો, કારણ મરડો થવાનો ડર રહે છે.’ ‘રોટલા દાંતે ચવાય શી રીતે?’ એમ પૂછ્યું, તો તેમણે કહ્યું : ‘રોટલા તો પાણીમાં ભાંગી નાંખું છુ ં અને મજાથી એક રોટલો ખાઈ જાઉં છુ .ં ’ ‘બત્તી મળે છે?’ ‘બત્તી ન મળે. બત્તી આપતા હોય તો રાત્રે વાંચું પણ ખરો, પણ સાંજ પડી એટલે અંધારું .’ ‘બીજુ ં કશું વાંચવાનું જોઈએ?’ ‘ગીતા અને તુલસીરામાયણ આપ્યાં છે. આશ્રમભજનાવલિ મોકલજ ે. એટલી ત્રણ વસ્તુ ત્રણ नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

મેં કહ્યું : ‘એ તો હાઇકોર્ટમાં જવા માગે છે.’ એટલે કહે : ‘મને અહીં મજા છે, અને મારે ત્રણ મહિના પૂરા કર્યા વિના નીકળવું નથી. બાકી મૅજિસ્ટ્રેટ તો મૂરખ હતો. એને કશું કાયદાનું ભાન નહોતું, કોઈને એણે અંદર ન આવવા દીધા. કાયદાની કલમો શોધતાં એને દોઢ પહોર થયો અને મને સજા કરવાનો આઠ લીટીનો ફેંસલો લખતાં એને દોઢ કલાક ગયો!’

મહિનામાં વાંચી લઈશ તો બહુ છે.’ વાર્તા, નવલકથા કે વિનોદનાં પુસ્તકો, કે ઇતિહાસ વગેરેનાંની પણ એમણે માગણી ન કરી. મેં કહ્યું : ‘ગીતાજી તો બાપુની બહાર પડવાની હવે. જ ે દિવસે કૂ ચ શરૂ કરશે તે જ દિવસે એ ગીતાજી બહાર પડવાની, અને બાપુએ તમારે માટે પહે લી જ નકલ રાખી મૂકી છે. તે મોકલું ને?’ મેં સુપરિન્ટેન્ડન્ટ તરફ જોયું, એટલે તેમણે કહ્યું : ‘ભલે. ધાર્મિક સાહિત્યની સામે અમને વાંધો નથી.’ આ પછી તેઓ કેવી રીતે જ ેલમાં ગયા હતા તેની વાતો ચાલી. અહીં અમદાવાદના વકીલો તેમને થયેલી સજાને વિશે ઠીક કાયદો ફેં દી રહ્યા છે એમ મેં તેમને કહ્યું એટલે કહે  : ‘ખાલી કાયદો શા સારુ ફેં દે છે?’ મેં કહ્યું : ‘એ તો હાઇકોર્ટમાં જવા માગે છે.’ એટલે કહે  : ‘મને અહીં મજા છે, અને મારે ત્રણ મહિના પૂરા કર્યા વિના નીકળવું નથી. બાકી મૅજિસ્ટ્રેટ તો મૂરખ હતો. એને કશું કાયદાનું ભાન નહોતું, કોઈને એણે અંદર ન આવવા દીધા. કાયદાની કલમો શોધતાં એને દોઢ પહોર થયો અને મને સજા કરવાનો આઠ લીટીનો ફેં સલો લખતાં એને દોઢ કલાક ગયો!’ ‘એ કઈ કલમ પ્રમાણે?’ 299


‘મુંબઈના પોલીસ કાયદાની ૭૧મી કલમ પ્રમાણે કહે છે.’ જ ેલરે વલ્લભભાઈ પટેલ નામના કેદીના ઇતિહાસની ટિકિટ વાંચી સંભળાવી : ‘કલમ ૫૪ પ્રમાણે હુકમ ન માનવાને માટે ૭૧મી કલમ પ્રમાણે સજા.’ એટલે સરદાર બોલ્યા : ‘હા, ૭૧મી કલમ કહે છે. એ કલમ પ્રમાણે મને હુકમ હતો કે મારે અમુક પ્રકારનું ભાષણ ન કરવું, અમુક પ્રકારની લાગણી ઉત્પન્ન થાય એવું ન બોલવું. મેં તો કશું ભાષણ કર્યું જ નહોતું. મેં તો માત્ર કહે લું કે એ હુકમને હં ુ વશ થવાનો નથી. એટલે કહે  : ‘તો તમને પકડુ ં છુ .ં ’ મૅજિસ્ટ્રેટને મેં કહે લું : ‘એ બધા કાયદાની ખટપટમાં શા સારુ પડો છો? હં ુ ગુનેગાર છુ .ં તમારે સજા કરવી હોય તેટલી કરો.’ પણ એ માણસે ફેં સલો વાંચવાની પણ તસ્દી ન લીધી, માત્ર ત્રણ માસની સાદી કેદ અને ૫૦૦ રૂપિયા દંડ અથવા ત્રણ અઠવાડિયાં વધારે કેદ એટલું જણાવ્યું. અને એ માણસની હલકાઈ તો જુ ઓ. મેં મોહનલાલને મારા ગજવામાંથી પૈસા આપ્યા, પેન આપી, કાગળો આપ્યા. પેલાની નજર એ પૈસા ઉપર પડી, એટલે પૂછ ે છે : ‘કેટલા પૈસા છે?’ મેં કહ્યું, ‘તારે શું કામ છે?’ એટલે કહે  : ‘મારે દંડ પેટ ે વસૂલ કરવા છે.’ એને પાંચદશ રૂપિયા ૫૦૦ના દંડ પેટ ે વસૂલ કરવા હતા! મેં કહ્યું : ‘એ ન બને. એ પૈસા લઈ તો જુ ઓ!’ આ મૅજિસ્ટ્રેટ એકવાર અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર હતા અને વલ્લભભાઈના સપાટા એણે ઘણીયે વાર સાંભળ્યા હતા. એમની જોઈતી ચીજોની યાદી માંડી. હજામતનાં ઓજારની વાત થઈ, એટલે સુપરિન્ટેન્ડન્ટ કહે  : ‘અસ્ત્રાની રજા નથી. તમને હજામત કરવાની સગવડ આપવામાં આવશે.’ ‘એ તો હં ુ જાણું છુ ,ં અહીં કેવી હજામત થાય 300

છે તે,’ કહીને સરદાર હસ્યા. એટલે જ ેલર, જ ેમને સુપરિન્ટેન્ડન્ટ કરતાં નિયમોનું કંઈક વધારે જ્ઞાન લાગતું હતું તેમણે કહ્યું : સાહે બ, આ કેદીને તો અસ્ત્રો આપી શકાય.’ સુપરિન્ટેન્ડન્ટ કહે  : ‘તો ભલે. પણ જ્યારે તમને જોઈએ ત્યારે આપશું. એ રહે શે અમારી પાસે.’ એટલે સરદાર કહે  : ‘પણ મને એક અસ્ત્રો આપી મૂકતા હો તો કેવું સારું ? બીજા કેદીઓની હજામત કરું , અને પાંચ પૈસા પેદા કરું .’ આ વેળા તો ચિત્રવત્ બેસી રહે લા જ ેલ-સુપરિન્ટેન્ડન્ટ અને જ ેલર પણ ખડખડાટ હસ્યા. જ ેલના નોકરો એટલે એમનાથી કેદીની સાથે હસાય શી રીતે? એ નિયમવિરુદ્ધ કહે વાતું હશે, પણ એકવાર એમણે નિયમ તોડ્યો. પણ તરત જ પાછુ ં તેમને નિયમોનું ભાન થયું. ઘડીકવાર માણસ બનેલા તે પાછા યંત્ર બન્યા અને બોલ્યા : ‘એમણે સાબુની માગણી કરી છે પણ સુગંધી સાબુ ન મોકલશો. સુગંધી સાબુની રજા નથી.’ વળી જ ેલનો દરવાજો હાસ્યથી ગાજી રહ્યો. અમે નીકળતા હતા ત્યાં સરદાર બોલ્યા : ‘ત્રણ મહિના તો હં ુ મજા કરીશ. નીકળીશ ત્યારે એવું તપી રહે લું હશે કે હં ુ ટાંકણે જ નીકળવાનો. બહુ સારું થયું.’ આખરે જાણે કાંઈ ખાસ વાત કહે તા હોય તેમ કહે  : ‘મારા આનંદનો તો પાર જ નથી, પણ એક વાતનું દુઃખ છે.’ એ વાક્ય અંગ્રેજીમાં બોલ્યા. જ ેલર અને સુપરિન્ટેન્ડન્ટ ચોંક્યા, સાંભળવાને અધીરા થયા. પણ સરદાર કહે  : ‘એ કહે વાય એવું નથી.’ એમ કહીને ઊલટુ ં અમારું કુ તૂહલ એમણે વધારી મૂક્યું. એટલે ઘડીકવાર પછી બોલ્યા : ‘દુઃખની વાત એ છે કે અહીં બધા જ હિં દીઓ છે. સિપાઈ અને વૉર્ડરથી માંડીને સુપરિન્ટેન્ડન્ટ સુધી સૌ હિં દીઓ જ પડ્યા છે. ગોરા હોત તો બતાવત. તેમની સાથે [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


લડત. પણ આ આપણા લોકો સાથે શી રીતે લડાય? આપણા લોકોને તંત્રના ગુલામ કેવા બનાવી મૂક્યા છે એનો આ નમૂનો છે.’ સરદારને જાણે દરવાજા બહારની મોટી જ ેલની યાદ આવતી હતી. ખોબા જ ેટલા ગોરાઓ આપણા હિં દીઓને એ અમાનુષી તંત્રના ગુલામ બનાવી, એ ગુલામો વડે આપણા ઉપર કેવું રાજ ચલાવે છે એનો એમને વિચાર આવતો હતો, અને એ ગુલામખાનાંમાંથી આપણા લોકો ક્યારે નીકળશે અને સરકારનું તંત્ર બંધ કરશે એ વિચારે તેમણે નિસાસો નાંખ્યો. નીકળતાં નીકળતાં બીજો સંદેશો પણ તેમણે પોતાની વ્યંગવાણીમાં આપ્યો. મેં કહ્યું; ‘તમને ત્રણ મહિનામાં એક જ મુલાકાત મળે, અને આ એક તો થઈ ગઈ. હવે તમે પાછા ન મળી શકો એ દુઃખ થાય છે.’ એટલે સરદાર કહે  : ‘મને કોઈને મળવાની જરૂર નથી. ઊલટા કોઈ મળવા આવે તો મને યાદ આવે છે કે હજી આ બહાર રહે લા છે.’ બહાર રહે લાઓ આનો મર્મ સમજ ે અને

સરદારની પાછળ જવાનો પ્રયત્ન કરે . ઉપરની હકીકત મેં સરદારને મળીને છાપામાં બહાર પાડી કે તરત જ સરદારની સાથેનું વર્તન બદલવાના હુકમ સરકારે કીધા લાગે છે, કારણ સરદારે મને બીજ ે દિવસે ચિઠ્ઠી મોકલી તેમાં જણાવ્યું : ‘હવે મને બાદશાહી કેદી બનાવ્યો છે.’ એમને કંઈક માસિકો વગેરે વાંચવાના મળશે, ઘરથી ખાટલો, ગોદડાં અને મચ્છરદાની મગાવી શકશે અને ખાવાનું મગાવવું હોય તો મગાવી શકશે. આ ‘બાદશાહી કેદ’ સારી! ઘરથી બધું મગાવી લો. ઘર બાળીને બેઠલ ે ા વલ્લભભાઈ જ ેવા કયે ઘરથી ખાવાનું મગાવે? અને સરકાર ખોરાક ઘરથી મગાવવાની છૂટ આપે એનો અર્થ શો? જો સરદારની પ્રતિષ્ઠાની એને કદર હોય તો તો તે પ્રતિષ્ઠાને ઘટતો ખોરાકનો સરકાર જ બંદોબસ્ત શા સારુ ન કરે ? સરદારે કહી દીધું : ‘મારે ઘરથી ખોરાક નથી મગાવવો. માત્ર બે તપેલી અને થાળીવાટકો મગાવી લઈશ અને સીધું આપશો તે રાંધી લઈશ, એટલે જરા ચોખ્ખું ખાવાનું તો મળશે.’ [નવજીવન, તા. ૧૬-૩-૧૯૩૦]

સરદારનું જેલજીવન વલ્લભભાઈ સાબરમતી જ ેલમાં ૭મી માર્ચથી ૨૬મી જૂ ન સુધીના ૧૧૧ દિવસ રહ્યા. શરૂઆતના ૪૫ દિવસ વલ્લભભાઈએ લખેલી ડાયરી, વલ્લભભાઈને મળી આવ્યા પછી મહાદેવ દેસાઈએ લખેલો લેખ અને થોડા વખત પછી વલ્લભભાઈ સાથે જ ેલમાં રહે વા જનાર રવિશંકર મહારાજનાં સાંભરણો પરથી જ ેલ દરમિયાન વલ્લભભાઈની દિનચર્યાનો ખ્યાલ આવે છે. ડાયરીમાં નોંધ્યું છે તેમ વલ્લભભાઈને જ ેલમાં લઈ જનાર બીલીમોરિયા વિદાય લેતી વખતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. જ ેલમાં આવ્યા ત્યારે વલ્લભભાઈની ઊંચાઈ પાંચ ફૂટ સાડા પાંચ ઇંચ હતી અને વજન ૧૪૬ રતલ હતું. જમીન પર કંબલ પાથરીને સૂઈ રહે તા. તેમની ખોલીમાં ખૂનીઓ પણ હતા. સાંજ ે અને આખી રાત ખોલીમાં પુરાઈ જતા અને વાંચવા માટે ફાનસ પણ મળતું નહીં. ખાવા માટે મળતો જુ વારનો રોટલો પાણીમાં બોળ્યા સિવાય ખાઈ શકાતો નહીં. વલ્લભભાઈ નોંધે છે કે “મને જુ વારનો રોટલો ખાતો જોઈને એક વૉર્ડ રને એટલું બધું લાગી આવ્યું કે મારી જોડે પોતાની ઘઉંની રોટલી બદલાવવા આગ્રહ કરવા લાગ્યો. મેં આ દયાળુ વૉર્ડરનો આભાર માન્યો, પણ તેની વાતનો અસ્વીકાર કર્યો.” બીજો વૉર્ડર વલ્લભભાઈ માટે લીમડાનાં દાતણ કાપી લાવતો. સાથેના કેદીઓ પણ દયાભાવ રાખતા. [સરદાર પટેલ : એક સમર્પિત જીવન માંથી]

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

301


દરિયા ઉપરથી

મહાદેવ દેસાઈ

‘છે લ્લો કટોરો’

આટલી ઝડપથી તો સ્વપ્નું યે આવતું અને જતું

નથી. મંગળવારે તો સરકાર તરફથી ખેલ ચાલતા હતા, બુધવારે જાણે સધાશે એવું લાગ્યું, અને પાછુ ં તૂટ્યું, ગુરુવારે આકરા પત્રવ્યવહાર થયા, અને બીજુ ં સંધિનામું છેક સાંજ ે સાત વાગે પૂરું થયું. ત્યાર પછી જ ે બીજુ ‘મહાભિનિષ્ક્રમણ’ થયું તે વિશે ગયા અંકમાં લખી ચૂક્યો છુ .ં આસપાસનાં સૌને અગવડ સગવડના વિચાર થતા હતા, પણ ગાંધીજીને તો છેલ્લો કટોરો ભર્યો એ પૂરો કરવાની ઉતાવળ હતી. પણ “છેલ્લો કટોરા”ની ઓળખ આમ અવતરણ ચિહ્નથી નહીં આપતાં વિસ્તારથી આપવાનો છુ .ં બંદર ઉપરનાં હજારોનાં ટોળાં, આગબોટ ઉપર કદી ન ભેગી થયેલી મેદની વગેરેનું સ્મરણ કરતા, કિનારા ઉપરનાં પ્રેમાળ મુખો ઝાંખાં થતાં ગયાં અને છેક દૃષ્ટિ આગળથી લુપ્ત થયાં ત્યાંસુધી આંખ તાણીતાણીને જોતા, અને છેવટે આસપાસનાં પાણી સિવાય બધું દેખાતું બંધ થયું એટલે, ‘સમુદ્રવસના’ દેવીનું સ્મરણ કરતા કરતા બોટ ઉપરની અમારી ઓરડીમાં બેઠા. કુ ડીબંધ તારો અને કાગળો આવેલા હતા તે વાંચવા માંડ્યા, વાંચી રહ્યા બાદ મેઘાણીનો “છેલ્લો કટોરો” બાપુના હાથમાં આવ્યો. બાપુ કહે  : ‘મારી સ્થિતિનું આમાં જ ે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે.’ મીરાંને કહે  : ‘એનું ભાષાંતર મહાદેવ કરશે, પણ એનું કાવ્ય અને એની ભાષા તને શી રીતે આપી શકશે?’ i

એક પ્રાચીન ગ્રીક શિલ્પીની કૃ તિ ‘લાઓકૂ ન’ કરીને

છે. તેમાં મનુષ્યને સંસારના મહાભુજગ ં ની સાથે આથડતો, તેની અનેક ચૂડમાં પડેલો છતાં તેને 302

હં ફાવતો બતાવ્યો છે. એ એક અમર કૃ તિ છે. સૈકાઓ પછી એ જ નામની એક કાવ્યકૃ તિ લેસિંગ નામના જર્મન કવિએ કરી, ભાવ એવો જ હતો. ઇતિહાસ ઘડીભર ભૂલીને વિચારનારાના મનમાં થયું, લેસિંગે પેલી મૂર્તિ ઉપરથી કાવ્ય કર્યું હશે કે શિલ્પીએ લેસિંગના કાવ્ય ઉપરથી મૂર્તિ ઘડી હશે. આ તો કલ્પનાની વાત થઈ. પણ ભાઈ કનુ દેસાઈએ દાંડીના યાત્રીનું ચિત્ર દોર્યું ત્યારે તેની પાસે તો જીવંત ચિત્ર હતું, તેને તેણે પીછીથી ઉતારીને ચિરં જીવ દૃશ્યચિત્ર કરી મૂક્યું. આ ચિત્રની કથા કોઈ ભૂલી જાય, અને મેઘાણીજીનું "છેલ્લો કટોરો" નામનું બાપુને વિદાયનું કાવ્ય – જ ે એ ચિત્રની સાથે છપાયું છે તે — લઈને બેસે તો ક્ષણવાર કોકને પ્રશ્ન થાય કે આ ચિત્ર ઉપરથી કાવ્ય સ્ફૂર્યું હશે કે કાવ્ય ઉપરથી ચિત્ર સ્ફૂર્યું હશે! જોકે હકીકત તો એ છે કે કાવ્ય અને ચિત્ર બંનેના ઉત્પાદક ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ, વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ, છે. મને લાગે છે કે ગાંધીજીની આ વિલાયતયાત્રા ભાઈ કનુ દેસાઈનું ચિત્ર વધારે સાર્થ કરે છે. એ ચિત્રમાં જ ે ગંભીર કરૂણાની છાયા છે તે દાંડીયાત્રાના કરતાં વિલાયતયાત્રાને વધારે લાગુ પડે છે. પણ ચિત્ર જોઈને રીઝીએ, જોયા કરીએ, કંઈક અંદરના ભાવની કલ્પના કરીએ, પણ કાવ્યની લહે જત જુ દી છે. મેઘાણીના કાવ્યને વાંચતાં તો જાણે મેઘાણીનો આત્મા ગાંધીજીના છેલ્લા પંદર દિવસનો સતત સાક્ષી રહ્યો હોય એમ પ્રતીત થાય છે. ૧૧મી ઑગસ્ટે હાૅટસન સાહે બનો કાગળ આવ્યો ત્યારથી માંડીને તે ૨૭મીએ સિમલાથી નીકળ્યા ત્યાં સુધીનું દરે ક પગલું જાણે મેઘાણીજીએ ક્યાંક છુ પાઈને — પલ ે ી આપણી પ્રાચીન વાર્તાઓનો અંધારપછેડો ઓઢીને —  [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


જોયા કીધું હોય એમ લાગે છે. અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું  : ધૂર્તો દગલબાજો થકી પડિયું પનારુ : શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું​ં આ આખરી ઓસીકડે શિર સોંપવું બાપુ! કાપે ભલે ગર્દન : રિપુ-મન માપવું બાપુ! જા બાપ! માતા આખલાને નાથવાને! જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને! જા સાત સાગર પાર સેતુ બાંધવાને! ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ, વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ, ચાલ્યો જજ ે! તુજ ભોમિયો ભગવાન છે બાપુ! ‘છેલ્લો કટોરો’ ઝેરનો પીવા જજ ે બાપુ! ‘અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું ’ વાળી કડીઓમાં સિમલામાં ગાંધીજીને મીઠો ઉપાલંભ આપતા જવાહરલાલની મૂર્તિ પ્રત્યક્ષ થાય છે, અને છેલ્લા પંદર દિવસના કડવા ઘૂંટડાનો કટોરો હજી પૂરો થયો નહીં હોય તેમ વિલાયત એ પૂરો કરવાને માટે જતા હોય એ કવિની ભવ્ય કલ્પના હૃદયસોંસરી ચાલી જાય છે. પણ એ કટોરાનું ઝેર પીનારને થોડુ ં જ ચડવાનું છે? પીનાર તો કલ્પનામાં ન આવી શકતી શંભુની લીલા જગત આગળ પ્રત્યક્ષ કરશે : સુર-અસુરના આ નવયુગી ઉદધિ વલોણે શી છે ગતાગમ રત્નના કામી જનોને? તું વિના શંભુ! કોણ પીશે ઝેર દોણે? હૈ યા લગી ગળવા ગરલ ઝટ જાવરે બાપુ! ઓ સૌમ્ય-રૌદ્ર! કરાલ-કાૅમલ! જાવરે બાપુ! ‘સૌમ્ય-રૌદ્ર’, કરાલ-કાૅમલને તો ઘડીકમાં ખડખડાટ હસાવનારા અને ઘડી પછી બોરબોર જ ેવડાં આંસું પડાવનારા બાપુની સાથે ચોવીસે કલાક રહે નારા જ ેટલા જાણે તેટલા કોણ જાણે? પણ એ રહે નારા અકવિ હોઈ બાપુની મૂર્તિનું અમરચિત્ર નથી આપી શક્યા; જ્યારે બાપુની સાથે રહે વાનો લહાવો જ ેને નથી મળ્યો, પણ જ ેની અદ્ભુત नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

કલ્પનાશક્તિ બાપુને રોમેરોમ ઓળખી ગઈ છે એવા કવિએ બાપુનું શાશ્વત ચિત્ર આલેખ્યું છે : હૈ યા લગી ગળવા ગરલ ઝટ જાવરે બાપ! ઓ સૌમ્ય-રૌદ્ર! કરાલ-કાૅમલ! જાવરે બાપુ! આ પછીના ભાગમાં કવિએ જાણે પં. જવાહરલાલ અને ખાન અબદુલ ગફારખાંની લાગણી વ્યક્ત કરી છે. અબદુલ ગફારખાંએ આવીને સરહદનો મામલો વર્ણવ્યો ત્યારે જવાહરલાલજી કહે  : ‘ક્યા બાપુ કે બિના યહ સબ હમ નહીં તય કર સકતે હૈં ? તબ તો બડી કમજોરી કી બાત હોગી’, ગફારખાં કહે  : ‘આપ બહુત ખુશીસે જાઈએ — ઇતના કહને કે લિયે હિ મૈં આયા હૂં.’ મથુરા સ્ટેશન ઉપર આવીને લોકો ફરિયાદો રજૂ કરવા લાગ્યા તો જવાહરલાલજી કહે  : ‘અબ સમજો કે મહાત્માજી યહાં હૈ હિ નહીં. હમારે પાસ સબ શિકાયત લાઈએ.’ જાણે આ આખો સંવાદ સાંભળતા હોય તેમ કવિ કહે છે : કહે શે જગત : જોગી તણા શું જોગ ખૂટ્યા? દરિયા ગયા શોષાઈ? શું ધન નીર ખૂટ્યાં? શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં? દેખી અમારાં દુ:ખ નવ અટકી જજો બાપુ! સહિયું ઘણું, સહે શું વધુ : નવ થડકજો બાપુ! ચાબૂક, જપ્તી, દંડ, ડંડા મારનાં, જીવતાં કબ્રસ્તાન કારાગારનાં, થોડાઘણા છંટકાવ ગોળીબારનાં : એ તો બધાંય ઝરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ! ફૂલ સમાં અમ હૈ ડાં તમે લોઢે ઘડ્યાં બાપુ! બાપુ નથી જાણતા શું? પોતે હૈ યું વજ્ર સમું કરીને જાય છે — વિલાયત પહોંચે તે પહે લાં ચિત્તાગોંગની ખબર કટકે કટકે આવી રહી છે! ત્યાંથી કાંઈ લઈને આવવાનું છે? બાપુને આશા નથી, આશા નથી છતાંયે ઋણ ચૂકવવા જાય છે “ધૂર્તો દગલબાજો થકી” પનારો પડ્યો છે એમ જાણીને જાય છે, હારમાંયે પ્રભુ છે, જીતમાંયે પ્રભુ છે એ જ્ઞાનથી જાય છે. સત્યમૂર્તિએ તાર કર્યો 303


હતો : ‘જીતમાં તમે ગરવા છો, હારમાંયે તમે ગરવા છો. પ્રભુ તમને જિતાડે.’ આપણા કવિ એથી આગળ જાય છે અને કહે છે : શું થયું, ત્યાંથી ઢીંગલું લાવો ન લાવો; બોસા દઈશું, ભલે ખાલી હાથ આવો! રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ. દુનિયા તણે મોંયે જરી જઈ આવજો બાપુ! હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ! ‘હમદર્દીના સંદેશડા’ ઠીક કહ્યા. મુંબઈનગરીના નાગરિકોની વિદાય લેતાં ગાંધીજીએ કહ્યું : ‘મજૂ ર અને ખેડૂતની મહાસભા દરે ક કોમની, દરે ક ધર્મની, દરે ક વર્ગની, ગરીબ, તવંગર, રાજા અને જમીનદાર અને વેપારીની પણ પ્રતિનિધિ થવા ઇચ્છે છે, ઝંખે છે. જ ે સંસ્થાનો મંત્ર સત્ય અને અહિં સાનો છે તે માનવજાતિની પ્રતિનિધિ કેમ ન થઈ શકે? જ ેણે

સત્ય અને અહિં સા આચરી છે તે માનવજાતનાં સુખદુઃખ સમજી શકે, માનવજાતના ઘા રુઝાવવાનો પ્રયત્ન કરી શકે. નીચેની ત્રણ લીટીમાં જગતના ડાહ્યાઓનાં કટાક્ષો અને મહે ણાં રહ્યાં છે. અને છેલ્લી બેમાં સત્ય અને અહિં સાની ઔષધિમાં દુનિયાનાં દર્દનો ઉપાય જોનારા બાપુનું ચિત્ર છે : જગ મારશે મહે ણાં : ન આવ્યો આત્મજ્ઞાની! નાવ્યો ગુમાની પોલ પોતાની પિછાની! જગ પ્રેમી જોયો! દાઝ દુનિયાની ન જાણી! આઝરર માનવ-જાત આકુ ળ થઈ રહી બાપુ! તારી તબીબી કાજ એ તલખી રહી બાપુ! આપણેયે કવિની સાથે ગાઈએ: છેલ્લો કટોરો ઝેરનો આ : પી જજો બાપુ! સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો બાપુ. [નવજીવન, તા. ૨૦-૯-૧૯૩૧]

મહાદેવભાઈની ડાયરી

મહાદેવભાઈ દેસાઈની સમર્પણ શતાબ્દીનું આ વર્ષ છે. મહાત્મા ગાંધીજીના ચરણે બેસી સમર્પણભાવે ૫૦ વર્ષના ટૂ કં ા આયખાનાં ૨૫ વર્ષ ગાંધીજીના અંગત સચિવ તરીકે તેમની સાથે રહીને રોજ ેરોજની ગાંધીજીની ચર્ચાઓ, મુલાકાતો અને ભાષણોની મહાદેવભાઈએ કરે લી નોંધ પરથી પ્રકાશિત ડાયરીઓનું અદકેરું મહત્ત્વ છે. અત્યાર સુધી ૨૩ ડાયરી પ્રકાશિત થઈ ચૂકી છે. નવજીવન દ્વારા મહાદેવભાઈની આ ડાયરીઓ રાહતદરે ઉપલબ્ધ છે. પુ. 1 ₨ 60.00 પુ. 14 ₨ 90.00 પુ. 2 અને 3 (દરે કના) ₨ 70.00 પુ. 15 ₨ 100.00 પુ. 4 ₨ 52.00 પુ. 16 ₨ 12.00 પુ. 5 ₨ 90.00 પુ. 17 ₨ 24.00 પુ. 6 થી 8(દરે કના) ₨ 06.00 પુ. 18 ₨ 35.00 પુ. 9 ₨ 400.00 પુ. 19 ₨ 60.00 પુ. 10 ₨ 70.00 પુ. 20 ₨ 20.00 પુ. 11 ₨ 60.00 પુ. 21 ₨ 40.00 પુ. 12 ₨ 90.00 પુ. 22 અને 23(દરે કના) ₨ 50.00 પુ. 13 ₨ 70.00

મહાદેવભાઈની ડાયરી 1થી 23 ભાગના ₨ 1,531

304

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ગામડિયા ઇજનેર રિચાર્ડ ગ્રેગ [એંજિનિયરનો અર્થ સૂચવનારો આપણી પાસે કોઈ સારો શબ્દ હોવો જોઈએ. પણ એવો શબ્દ ભાષાપ્રિય વિદ્વાનો ન આપે ત્યાં લગી અંગ્રેજી શબ્દ વાપરે જ છૂટકો છે. ‘વિલેજ એંજિનિયર’ એવા અર્થસૂચક નામ નીચે મિ. રિચાર્ડ ગ્રેગે થોડા દિવસ પહે લાં સત્યાગ્રહાશ્રમને ઊભા કરે લા ઉદ્યોગમંદિરમાં રહે તા ચરખા સંઘની સમક્ષ ભાષણ આપ્યું તે જાણવા જ ેવું હોવાથી તેનો સાર નીચે આપું છુ .ં મિ. ગ્રેગ લગભગ ચાર વર્ષ સુધી હિં દુસ્તાનની મૂંગે મોઢે સેવા કરી પોતાને દેશ ગયા છે. ત્યાં જઈને પણ હિં દુસ્તાનની સેવા કંઈ ને કંઈ પ્રકારે કર્યા કરવા ઇચ્છે છે. જ ે ભાષણનો હં ુ સાર આપું છુ ં તે તેમનું બીજુ ં ભાષણ હતું. પહે લામાં સૂર્ય તરફથી કેટલી શક્તિ જગતને મળ્યા કરે છે તે વિશે વિવેચન કર્યું હતું. આ વિષય ઉપર ખાદી વિશેના તેમના પુસ્તકમાંથી ‘नवजीवन’માં સારી પેઠ ે સાર આવી ગયો છે એટલે કંઈ ફરી આપતો નથી. મો. ક. ગાંધી]

થોડો હિસાબ ગયે વખતે મેં તમને બતાવ્યું કે સૂર્ય આપણને કેટલી બધી શક્તિ આપે છે. હવે હં ુ ઇજનેરની વાત કરવા ઇચ્છું છુ .ં તમે બધા જ ે ગામડાંની સેવા કરવાની શુભ આશા રાખો છો તે બધા પોતાને ગામડિયા ઇજનેર માની લો. ઇજનેર એને કહીએ કે જ ે ભૌતિક શક્તિઓનો ઉપયોગ કરે છે, અને એવાં કામો કરે છે કે જ ેમાં ભૌતિક શક્તિઓનો ખપ પડે. હવે ધારો કે તમે એવાં એક ગામડાંમાં છો કે જ ે બીજાં ગામડાંથી ત્રણ માઇલ દૂર છે, એટલે કે તમારાં ગામડાંના મધ્યબિંદુમાંથી દોઢ માઇલ લગી એકે ગામ નથી. એટલે તમારાં ગામનું ક્ષેત્રફળ સાત ચોરસ માઇલથી કંઈક ઉપર થાય, नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

ને સાત ચોરસ માઇલ એટલે ૩૦,૯૭,૬૦૦ ચોરસ વાર, આને ૧૭/૧૦ ગુણીએ તો આપણને સાડાત્રણ કરોડ ઘોડાશક્તિ જ ેટલી સૂર્યશક્તિ સાત ચોરસ માઇલ ક્ષેત્રફળમાં મળે. આ શક્તિનો ઉપયોગ કરવો એ ઇજનેર તરીકે તમારું કર્તવ્ય થઈ પડશે. યાંત્રિક શક્તિવાળું એક પણ મથક આ જગતમાં હોવાનું મારી જાણમાં નથી કે જ ે ત્રણ લાખ કરતાં વધારે ઘોડાશક્તિ આપી શકે. પણ આ તમારો શક્તિસંગ્રહ તમને સાડા ત્રણ કરોડ ઘોડાશક્તિનો ઉપયોગ આપે છે. એ શક્તિનો ઉપયોગ જ ેઓ નથી કરી જાણતા તેઓ ભલે હસે. પણ જો તમે આ કુ દરતની બક્ષીસનો અનાદર નહીં કરો તો તમને સહે જ ે સમજાઈ જશે કે તમારે નથી વરાળયંત્રની જરૂર કે નથી વીજળીયંત્રની જરૂર.

સાડાત્રણ કરોડ હવે આટલી બધી સાડાત્રણ કરોડ ઘોડાશક્તિનો ઉપયોગ આપણાથી ન જ થઈ શકે. પણ તેમાંની થોડીકનો તો આપણે જરૂર ઉપયોગ કરી શકીએ, અને જ ેમ જ ેમ અનુભવ મળતો જાય તેમ તેમ આપણે તેનો વધારે ને વધારે ઉપયોગ કરી શકીએ. હં ુ જાણું છુ ં કે તમારાં કેટલાંક સગાં તમારી પાસે બી.એસ.સી. અને એમ.એસ.સી.ની પદવીઓ હોય તો, અને ત્રણ લાખ ઘોડાશક્તિવાળાં યંત્રઘરનો કબજો તમને સોંપવામાં આવ્યો હોય તો, રાજી થાય. અહીંથી વિ. ઇજી.ની પદવી લઈને ગયેલા તમે તમને માનજો, અને તમારાં સગાંને સમજાવજો કે તમારા કબજામાં તો હિં દુસ્તાનમાં રહે લાં મોટામાં મોટાં યંત્રઘર કરતાંયે વધારે શક્તિસંગ્રહ હશે. જગવિખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી જગદીશચંદ્ર બોઝે સિદ્ધ કરી બતાવ્યું છે કે ઝાડપાન સૂર્ય પાસેથી મળતી શક્તિનો છ 305


ટકા ઉપયોગ કરે છે. એનો અર્થ એ થયો કે તમારાં ગામડાંની આસપાસનાં ઝાડપાન બેથી ત્રણ લાખ ઘોડાશક્તિનો ઉપયોગ કરે છે. આપણે ઘણી વાર માનીએ છીએ કે કોબીજ અથવા મૂળા કરતાં આપણે બહુ ભારે છીએ. પણ જો તમે બેથી ત્રણ લાખ ઘોડાશક્તિ ઉત્પન્ન કરી શકો તો તમે સારું કર્યું ગણાય. એટલે તમે કોબીજ અથવા મૂળાની સાથે હરીફાઈ કરી શકો તો ઘણું કર્યું ગણાય.

તમારી પાસે કેંદ્રરૂપે રેંટિયો છે, ને પ્રત્યેક હાથપગવાળાં સ્ત્રીપુરુષ કે હાલતુંચાલતું અને જેની બુદ્ધિનો થોડો વિકાસ થયો છે એવું બાળક એક એક એંજિન છે. એ એંજિન કોલસા અથવા પેટ્રોલને બદલે અનાજ ઉપર નભે છે. અને જે શક્તિસંગ્રહ અનાજ વડે પ્રત્યેક મનુષ્યમાં થયો છે તેનું પરિવર્તન રેંટિયાની મારફતે સૂતરમાં થશે

કે ન્દ્રરૂપે રેં ટિયો એ કેમ કરી શકાય એ હવે જોઈએ. પ્રથમ તો તમારી પાસે કેંદ્રરૂપે રેંટિયો છે, ને પ્રત્યેક હાથપગવાળાં સ્ત્રીપુરુષ કે હાલતુચ ં ાલતું અને જ ેની બુદ્ધિનો થોડો વિકાસ થયો છે એવું બાળક એક એક એંજિન છે. એ એંજિન કોલસા અથવા પેટ્રોલને બદલે અનાજ ઉપર નભે છે. અને જ ે શક્તિસંગ્રહ અનાજ વડે પ્રત્યેક મનુષ્યમાં થયો છે તેનું પરિવર્તન રેંટિયાની મારફતે સૂતરમાં થશે. હાલ પ્રત્યેક ગામડાંના લોકોની પાસે જ ે વખત ખાલી પડેલો છે એથી આ સંગ્રહાયેલી શક્તિનો બગાડ થઈ રહ્યો છે એમ સમજજો. આ માનુષી યંત્રો જોકે સૂર્યદેવની પાસેથી અનાજ મારફતે શક્તિ મેળવે છે છતાં તેનો ઉપયોગ કરતાં જાણવું એ ઇજનેર તરીકે તમારું કામ. એ શક્તિનો બગાડ થતો અટકાવવાનું અને રેંટિયાની મારફતે તેનો ઉપયોગ કરાવવાનું તમારું કામ છે.

પશુસેવા ઇજનેર તરીકે તમારું બીજુ ં કામ જ ે નકામા ઢોરો પડી રહે છે તેમનામાં સંગ્રહાયેલી સૂર્યશક્તિનો ઉપયોગ કરવાનું. ઢોરોને આપણી જ ેમ કપડાંની જરૂર નથી રહે તી, પણ આપણા કરતાં તેઓ વધારે ખોરાક ખાય છે. આપણને બધાને ખબર છે કે ગોરક્ષા એ એક આવશ્યક વસ્તુ છે. એ રક્ષા કરવાનો સીધામાં સીધો ઉપાય એ છે કે પશુઓની બેકારીનો અંત આણવો. ગાયને મદદ કરવાનું સાધન 306

ચરખો ન હોય પણ કૂ વો છે. જો પશુ વધારે પાણી ઊંચે લાવે ને તેથી ખેતરોને પાણી મળે તો તેમને સારું અને આપણે સારુ વધારે ખોરાક નીપજ ે. એક વાર તો તમારાં ગામડાંમાં તમે ચરખા ચાલતા કરી મૂકશો, પછી તમે ગ્રામવાસીને વધારે કૂ વા ખોદાવવાનું કહે શો, અને પછી પાણી ખેંચવામાં પશુનો ઉપયોગ કરશો.

ખેતીસુધારણા ગામડિયા ઇજનેર તરીકે ત્રીજુ ં કામ જ ે તમે કરશો તે ખેતીની સુધારણાનું હોવું જોઈએ. એને મેં પ્રથમ સ્થાને નથી મૂક્યું, કેમ કે તેમાં પાણી અને ખાતરને સારુ સારી પેઠ ે મૂડીની હાજત રહે છે. અને જ્યારે ઊપલાં બે કામ થાય ત્યારે ખેડૂતની આર્થિક સ્થિતિમાં વધારો થયા વિના રહે જ નહીં, એટલે તે ખેતીના સુધારાની વાત સાંભળવાને તૈયાર થાય છે. તમે કૂ વા ખોદાવ્યા હોય અને ઢોરોને ખેતરમાં ચરાવ્યાં હોય તેથી પાણી અને ખાતરની કેટલીક સગવડ તો કરી લીધી હોય. આમ આ ત્રણ રીતે તમે સૂર્યશક્તિમાંથી અનેક રીતે ઢોરો અને મનુષ્યોને સારુ ઉપયોગી વસ્તુ પેદા કરશો.

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


આરોગ્યરક્ષા

ઉપસંહાર

પણ ઇજનેર તરીકે જ ે શક્તિનો સંગ્રહ તમારી પાસે પડ્યો હશે તેનો તમે સારામાં સારો ઉપયોગ કરી લેશો એટલે તમારું કામ પત્યું ન સમજતા. જ ે શક્તિનો તમારી નજર આગળ નાશ થતો તમે જોતા હશો તેને તમારે બચાવી લેવી જોઈશે. ઘણી રીતે નાશ આજ ે થઈ રહ્યો છે તેમાં એક મોટો ભાગ માંદગીનો છે. એટલે તમારે લોકોની તંદુરસ્તીની રક્ષા થાય અને તેઓ માંદગીમાંથી બચે તેને સારુ તમારી ચતુરાઈનો ઉપયોગ કરવો પડશે. એટલે કે ગટરો વગેરે ખોદી જ્યાં જ્યાં ભેજ થતો હોય ત્યાં ત્યાં ખાડાખાબોચિયાં પૂરી મચ્છરોનો ઉપદ્રવ બંધ કરવો પડશે, અને સ્વચ્છ પાણી તેમ જ સ્વચ્છ દૂધ લોકો પામી શકે એવા ઉપાયો શોધી કાઢવા પડશે.

બીજી પણ ઘણી વસ્તુઓ હં ુ તમારી પાસે રજૂ કરી શકું છુ ,ં પણ એમાંની ઘણી જ્યારે તમે નિરાંત વાળીને એક જગ્યાએ સ્થિર થઈ બેસશો ત્યારે તમારી મેળે શોધી કાઢશો. એનો આધાર તમારી ઊલટ અને લોકો પ્રત્યેના પ્રેમ ઉપર રહે શે. એટલે તમે ગામડિયા ઇજનેર થયાને સારુ કદી પસ્તાશો નહીં, તમારી ઉપર દયા ન ખાશો. અને એમ પણ ન માનતા કે ગામડિયું જીવન પસંદ કરવાથી તમે ભારે ત્યાગ કર્યો છે. મેં બતાવ્યાં તે કામો રસિક છે અને દેશભક્તને શોભાવનારાં છે, અને જ ેમ જ ેમ તમે અનુભવ લેતા જશો તેમ તેમ બીજુ ં ઘણું રસ ઉપજાવનારુ તમે અનુભવશો. ગામડામાં દફન થઈ જવાથી જગતમાં તમારો કોઈ ભાવ પણ નહીં પૂછ ે એવો ભય પણ નહીં રાખતા. એક કોબીજથી અર્ધા પણ ઇજનેર તરીકે તમે કુ શળ સિદ્ધ થશો તો, એટલે કે છ ટકાને બદલે ત્રણ ટકા સૂર્યશક્તિનો ઉપયોગ તમે કરી લેશો તોય તમે હિં દુસ્તાનમાં જશ પામશો. તમારું આબાદ અને આદર્શ ગામ જોવાને સેંકડો માઇલની મુસાફરી કરીને લોકો આવશે. યુરોપના લોકો પણ તમારું કામ જોવાને આવવા લલચાશે. ભલે હમણાં તમે એક કોઈ ન જાણે એવા ખૂણામાં ભરાઈ રહે લા જણાશો, પણ છેવટે જ ેમ કોઈ ન જાણે તેવી જગ્યાએ જ ે વડનું બીજ વાવેલું હોય તે કાળે કરીને સુંદર વડ થવા પામે છે અને ઘણાને આશ્રય આપે છે તેમ તમારા કામ વિશે પણ સમજજો. જ્યારે તે ફળીને મજબૂત થશે ત્યારે ઈશ્વરે આપણને આપેલી સૂર્યશક્તિનો તમે ત્રણ ટકા જ ેટલોયે ઉપયોગ કરી ચૂક્યા હશો, ત્યારે તમારું કામ મોટુ ં અને આશ્ચર્યકારક ગણાશે.

સારા રસ્તા વળી એક બીજી વસ્તુ રસ્તાઓ સારા કરવાની અને સારા રાખવાની આવશ્યકતા છે. આ પણ તમારું કામ છે. રોડ ઇજનેરની નામથી તમે વાકેફગાર છો. ખરાબ રસ્તેથી બળદોને ગાડાં ખેંચી જતા તમે જોયા હોય તો તમે કબૂલ કરશો કે બળદને બહુ કષ્ટ પડે છે. ગોસેવક તરીકે એ કષ્ટનું નિવારણ કરવા તમે બંધાયા છો. અને રસ્તા દુરસ્ત કરો એટલે તમે બળદની વજન ખેંચી જવાની શક્તિમાં વધારો કર્યો. જો રસ્તા સારા અને સાફ હોય તો બળદોની પાસેથી ઘણું વધારે કામ લઈ શકાય, એ તો બધાયે સમજી શકે એવી વાત છે. અને તેથી ખેડૂતની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયા વિના રહે નહીં.

[નવજીવન, તા. ૨૦-૯-૧૯૩૧]

o

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

307


પુનર્ર ચનાનો પાયો કાકાસાહે બ કાલેલકર

પ્રલય પછી નવી સૃષ્ટિ એ તો દુનિયાનો નિયમ

જ છે. મહાપ્રલય પછી પણ વિશ્વ થોભ્યું છે એમ નથી બન્યું. પછી પાંચ દિવસના પ્રલયની શી વાત? એમ તો હં મેશ પ્રલય ચાલ્યા જ કરે છે. દવાઓની નવી નવી શાસ્ત્રીય શોધો કરી ડૉક્ટરો જ્યારે શરીરમાંનાં કોટ્યાવધિ જંતુઓનો નાશ કરે છે ત્યારે જંતુઓની સૃષ્ટિઓમાં એ મહાપ્રલય જ કહે વાય. અત્તરો તૈયાર કરવા માટે લાખો ફૂલોનો જ્યારે આપણે ઉકાળો કરીએ છીએ ત્યારે ફૂલોને ક્યાં ખબર હોય છે કે એ અસહ્ય સંહાર શા માટે થયો છે? દર ઉનાળે ઘાસ અને વનસ્પતિ સૂકાઈને ભસ્મ થઈ જાય છે ત્યારે કુ દરતમાં એવી જરાયે નિશાની નથી દેખાતી કે આ વિનાશમાંથી અથવા વિનશનમાંથી થોડા દિવસમાં લીલી સૃષ્ટિ તૈયાર થવાની છે. માણસનું પણ એવું જ છે. सस्यमिव मर्त्य: पच्यते सस्यमिवाजायते पुन:| બાર બાર વરસના દુકાળોથી આખો દેશ ઉજ્જડ, બેચિરાગ થયા પછી પણ માણસે નવી વસ્તી કરી છે અને આબાદી ફરી જામી છે. માણસની જીવવાની શક્તિ કુ દરતની સંહારશક્તિ કરતાં પ્રબળ છે. આપણે માટે જ ે બનાવ न भूतो न भविष्यति જ ેવો થઈ પડ્યો તે જ બનાવ મીસર દેશને માટે દર વરસનો અનુભવ છે. નાઇલ નદીને રે લ ન આવે અને આખો દેશ જળાકાર ન થાય તો જ ત્યાંના વતનીઓ અકળાવાના. સંકટ એકવાર આવે તો માણસ દીન થઈ જાય છે; અનેકવાર આવે તો તેને પહોંચી વળવાનો ઉપાય શોધી કાઢે છે; અને સંકટ જો હં મેશનું થઈ પડે તો એને જીવનનો નિયમ સમજી પોતાની રહે ણીકરણીમાં જ કાયમનો ફે રફાર કરી લે છે. અને પછી સંકટ એ સંકટ મટી જીવનવિકાસનું સાધન બને છે. 308

વિકાસપ્રધાન મનુષ્યજાતિનો આ સર્વસામાન્ય નિયમ થયો. વાંદરાઓ દર શિયાળે ટાઢે ધ્રૂજ ે છે અને ઘર બાંધવાનો નિશ્ચય કરી આખી રાત યોજનાઓ ઘડે છે. સવારે તડકો પડ્યો અને ટાઢ ઊડી ગઈ કે તરત જ રાતનું દુઃખ ભૂલી જઈ પેટમાં જાગેલા જઠરાગ્નિને તૃપ્ત કરવા નિત્યની પેઠ ે એક ઝાડથી બીજ ે ઝાડ કૂ દતા ફરે છે. તેથી સતત કષ્ટ વેઠતા છતાં વાંદરાઓએ હજી ઘર બાંધવા જ ેટલી અથવા પોતાનાં ગામડાં વસાવવા જ ેટલી પ્રગતિ કરી નથી. સંકટ મોળું પડ્યું કે વિચાર પણ મોળો પાડવો અને અનુભવ ભૂલી જઈ સ્વાભાવિક વૃત્તિઓને વશ થવું એ જડતાની નિશાની છે. મનુષ્યત્વનું લક્ષણ એથી જુ દું છે. આજનો મુખ્ય સવાલ આવતા વરસને માટે અનાજ શી રીતે પેદા કરવું અને બાળબચ્ચાંના માથા પર છાયા કેમ ઊભી કરવી એ જ છે. ઢોર તણાઈ ગયાં, ખેતીનાં ઓજારો તણાઈ ગયાં તે બધું ફરી વસાવવું છે. પણ એ બધાનો મુખ્ય પાયો તો રહે ઠાણની જમીન છે. એનો પ્રથમ વિચાર થવો જોઈએ. ગુજરાતનાં ઘણાંખરાં ગામડાંઓમાં વસ્તીના પ્રમાણમાં ગામતળની જમીન ઓછી છે. આનાં કારણો અનેક હોઈ શકે છે. મૂળ ગામ નાનું હોય અને પછી તે વધ્યું હોય તો ગામની સીમા વધારવાને બદલે ભીડ કરીને પણ ગામની ભાગોળોની અંદર જ રહે વું એ લોકોનો સ્વભાવ છે. આ કારણે જતે દહાડે ગામની વસ્તી ગીચ થતી જાય છે. બીજુ ં કારણ ગામની રચના જ એવી હોય છે કે વિકાસને અવકાશ જ નથી હોતો. બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર ઇ. પ્રતિષ્ઠિત કોમોએ પોતાનું સ્થાન નક્કી કરી ભાગોળ બાંધી એટલે સમાજસેવામાં જ ેમની જરૂર [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


વધારે માં વધારે છે છતાં જ ેમની સમાજવ્યવસ્થામાં ઝાઝી પ્રતિષ્ઠા નથી એવી કોમ ભાગોળ બહાર પોતાનાં ઝૂંપડાં ઊભાં કરી મૂળ વસ્તીને એક જાતનો ઘેરો ઘાલે છે. સમાજને કિનારે રહે નારી આ કોમોને આ પ્રકાર ફાવતો પણ આવે છે. તેમનું કામ મોટે ભાગે સીમમાં અને જંગલમાં હોવાથી તેઓ ભાગોળે રહે વું જ વધારે પસંદ કરે . આવી ગોઠવણ થઈ ગઈ એટલે પ્રતિષ્ઠિત વસ્તીને વિકાસનો અવકાશ નથી રહે તો. ભાગોળી વસ્તીના પડોશમાં રહે વું એમને પોસાય નહીં અને બહુ દૂર ખેતરમાં જઈ રહે વું એ સુરક્ષિત ન ગણાય. એટલે વસ્તીની ભીડ સહન કરી, મકાનો બેડોળ રીતે ઊંચાં કરીને પણ નભાવ્યે જ છૂટકો. વસ્તીને સંકડામણમાં રાખવામાં રાજ્યવ્યવસ્થા પણ કારણરૂપ થાય છે. જ્યાં બહારવટિયાનો ત્રાસ હોય ત્યાં લોકો ખુલ્લામાં દૂરદૂર ઘરો બાંધી સ્વતંત્ર રહે વાની હિં મત ન જ કરે . રાજ્યવ્યવસ્થાની નીતિ બહારવટિયા કરતાં ઊંચી ન હોય ત્યાં સુધી બહારવટિયાનો ઉપદ્રવ મટે જ નહીં, એ સાર્વત્રિક અનુભવ છે. રાજા જો બહારવટિયાને પહોંચી વળે તો પ્રજા છૂટીછવાઈ કનડગતને પોતાની બહાદુરીથી જરૂર દૂર કરી શકે, અને દરે ક મોટો ખેડૂત પોતાના ખેતરમાં જ પોતાનો મહે લ કે કિલ્લો બાંધી સુખેથી રહી શકે. રાજવ્યવસ્થા ઢીલી અથવા બેજવાબદાર હોય છે ત્યારે પ્રજાને આત્મરક્ષણને અર્થે કોટ બાંધી, અને કોટની અંદર પણ પોળો રચી જ ેમતેમ રહે વું પડે છે. આવી પરિસ્થિતિમાં પણ અસ્પૃશ્ય જ ેવી નાતોને તો કોટ બહાર રહે વું પડે છે. પ્રતિષ્ઠિત અને માલદાર નાતો તો કોટની અંદર જ રહે વાની. હથિયારબંધીના કાયદાનો અમલ અણવિશ્વાસના પાયા પર રચી અત્યંત કડક રીતે એનો અમલ શરૂ થયો એ કારણે પણ લોકો ઘેટાંના ટોળાં માફક ગીચોગીચ રહે વા લાગ્યા, અને નિર્ભંય ઉદારતા ભૂલી જઈ કોરટની સાંકડા મનની લડતો લડવા नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

જીવવા માટે શુદ્ધ પૌષ્ટિક ખોરાક, સ્વચ્છ યથેચ્છ પાણી, હવા અજવાળાની મોકળાશ અને પૂરતો શારીરિક વ્યાયામ જોઈએ છે એ પ્રાથમિક સિદ્ધાન્તનો અમલ કરવા જેટલી કેળવણી કે ચીવટ પ્રજામાં નહીં, એટલે ઉપર વર્ણવેલાં કારણોને લીધે સંકડાશમાં રહેવાથી પ્રજા પોતાના હાથે પોતાને કેટલી નિઃસત્વ બનાવે છે એનો એને ખ્યાલ ક્યાંથી આવે?

લાગ્યા. આ કારણે પણ જમીનના નાના કકડાઓ પર તાબૂત જ ેવાં મકાનો ચણાયાં. આવાં મકાનો કુ દરતના કોપ આગળ શી રીતે ટકી શકે? જીવવા માટે શુદ્ધ પૌષ્ટિક ખોરાક, સ્વચ્છ યથેચ્છ પાણી, હવા અજવાળાની મોકળાશ અને પૂરતો શારીરિક વ્યાયામ જોઈએ છે એ પ્રાથમિક સિદ્ધાન્તનો અમલ કરવા જ ેટલી કેળવણી કે ચીવટ પ્રજામાં નહીં, એટલે ઉપર વર્ણવેલાં કારણોને લીધે સંકડાશમાં રહે વાથી પ્રજા પોતાના હાથે પોતાને કેટલી નિઃસત્વ બનાવે છે એનો એને ખ્યાલ ક્યાંથી આવે? સુધરે લી સરકારે પ્રજાને વિસ્તૃત જીવન તરફ દોરવી જોઈતી હતી. પણ જમીનમહે સૂલના લોભમાં પડી સરકારે પણ ગામવસ્તીને ઘેરો ઘાલ્યો. શરીરની સુખાકારીને જ ેમ વિસ્તૃત જગ્યા જોઈએ છે તેમ માનસિક સ્વાસ્થ્ય માટે પણ વિશાળ અવકાશની જરૂર છે. મુંબઈની ચાલોમાં કબૂતરની પેઠ ે રહે નાર વસ્તીની મનોભૂમિકા તેવી જ થવાની. ત્યાં વ્યાસ વાલ્મીકિ જ ેવો કોઈ મહાકાવ્યોનો પ્રણેતા જ ન પાકે. સંકડાશમાં ટૂ કં ી દૃષ્ટિ કેળવાય છે એમ નેત્રવૈદો પણ કહે છે અને સમાજશાસ્ત્રીઓ પણ કહે છે. આજ ે પુનર્ર ચના કરવી હોય તો એનો પાયો 309


વિશાળ હોવો જોઈએ. જ્યાં થોડાં જ ઘરો પડ્યાં છે અને જ્યાં ઝાઝો ફે રફાર થવો અશક્ય છે ત્યાંની વાત છોડી દઈએ, પણ જ્યાં ઘણાંખરાં ઘરો પડી ગયાં છે અથવા પડવા લાયક થઈ ગયાં છે ત્યાં સરકારે લોકોના મૂળ ગામના ક્ષેત્રફળ કરતાં ઓછામાં ઓછી ત્રણગણી જમીન આપવી જોઈએ. દરે ક ઘરના માલિક પાસે મૂળ જમીન કેટલી હતી એનો હિસાબ કાઢી એથી ત્રણગણી જમીન એને સરકાર મફત આપે. અને એની સાથે પનર્ર ચનાના અમુક નિયમોના પાલનની ફરજ એના પર નાખે તો પ્રજાનો પુનરુદ્ધાર થશે, અને સરકારને તંદુરસ્ત, ઉદ્યમી, ઉદાર મનવાળી અને સુધરે લી પ્રજા મળશે. આખા પ્રાંતમાં આ ફે રફાર ભલે ન થઈ શકે. જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં આ સુધારો તરત અમલમાં મૂકવો જ જોઈએ. પોતાના અમલદારોને સરકારે જણાવવું જોઈએ કે આ પગલું ભરવામાં સરકારે પોતાનું હિત જ જોયું છે, અને તેથી અમલદારોએ ઉત્સાહપૂર્વક આ નીતિનો અમલ કરવાનો છે. અમલદારોને જો એવો ખ્યાલ આવે કે પ્રજાના દબાણને મોળું પાડવા પૂરતી જ સરકારની હા છે પણ હં મેશની કંજુસાઈની નીતેને જ વળગી રહે વાનું

દરેક ઘરના માલિક પાસે મૂળ જમીન કેટલી હતી એનો હિસાબ કાઢી એથી ત્રણગણી જમીન એને સરકાર મફત આપે. અને એની સાથે પનર્રચનાના અમુક નિયમોના પાલનની ફરજ એના પર નાખે તો પ્રજાનો પુનરુદ્ધાર થશે, અને સરકારને તંદુરસ્ત, ઉદ્યમી, ઉદાર મનવાળી અને સુધરેલી પ્રજા મળશે

છે તો સરકાર એક કંજુસ હોય તો “વફાદાર” અમલદારો દસ કંજૂસ બની જાય છે. સિમલામાં, હવા ખાવાનાં મથકોમાં, લશ્કરી છાવણીઓમાં, કોલાર જ ેવી સોનાની ખાણોમાં ગોરી પ્રજા જ ે મોકળાશ ભોગવે છે તેના પ્રમાણમાં ગરીબ પ્રજાને પણ કાંઈક મોકળાશ મળવી જોઈએ. પ્રજા વૈભવમાં ભલે ન રહે પણ ઈશ્વરે આપેલી જમીન, હવા અને અજવાળાની બાબતમાં ભૂખમરો ન જ હોવો જોઈએ. [નવજીવન, તા. ૨૫-૯-૧૯૨૭]

o

‘Ü‘ÜôÜÜ÷åËÜ ‘ÜêÜåêÜ‘Ó ÝêÜÝƒÜ´Ü ÆÜàÃÜÏÜàÚݺ´Ü ÆÜàô´Ü‘Üå êÜÜå‘¢íÜÃÜ _150.00 ¢íÜÃÜÆܹßÆÜ _150.00 ¢íÜÃÜ ôÜØô‘äÝ´Ü _350.00 ¢íÜÃÜêÜßêÜÜ _200.00 ÓíÜßú ôÜÜæÓÍÜ _110.00 ӃܲíÜÜÃÜÜå †ÜÃÜع _200.00 ôÏÜÓ±ÜÑÜܵÜÜ _60.00 310

ôÜØÝšÜÆ´Ü ôÏÜÓ±ÜÑÜܵÜÜ _45.00 Ý÷ÏÜÜêÜÑÜÃÜÜå ÆÜÂíÜÜôÜ _100.00 ¢íÜ´ÜÜ ´Ü÷åíÜÜÓÜå _180.00 ÆÜÓÏÜô܃ÜÜ ÏÜä´ÑÜà _125.00 ŸÑÜÜØ ¹Óå‘ÃÜå ÆÜ÷ÜÇœÜíÜàØ “å. _50.00 ¢íÜÃÜ՜ܴÜÃÜ _150.00 ÆÜÂÜôÜØÝÄÜ‘ ÆÜÂÝ´ÜôÜܹ  _200.00 [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


વહે મ અને શ્રદ્ધા કાકાસાહે બ કાલેલકર

કાળી ચૌદશની રાત્રે — બરાબર મધરાતે જો નાક નથી. માણસને નવું નાક જોઈએ જ શા માટે? એ કાપ્યું હોય તો બીજ ે દિવસે સવારે સોનાનું નાક ઊગે છે એમ લોકવાર્તા કહે છે. જ ે કોઈ મનુષ્ય કલ્યાણકારી છે તેની દુર્ગતિ થતી નથી એમ ભગવદ્ગીતામાં કહ્યું છે. સામાન્ય માણસનો આ બંને વચનો પર સરખો જ અવિશ્વાસ હોય છે, કેમ કે બંને વચનોનો પ્રત્યક્ષ અનુભવ કોઈને નથી. બચાવમાં ભોળો માણસ કહે શે કે ‘નાક ન ઊગે તો વાંક આપણો. જ્યોતિષ પ્રમાણે કાળી ચૌદશ નક્કી કરવામાં ભૂલ થઈ હશે, અથવા બરાબર મધરાતની ક્ષણ હાથ નહીં આવી હોય, તેથી સોનાનું નાક ન ઊગ્યું. પૂર્વજોનાં વચનો ખોટાં પડે જ નહીં. આપણી જ કંઈક ભૂલ હોવી જોઈએ.’ શ્રદ્ધાળુ માણસ કહે શે, ‘કલ્યાણકારી ધર્મરાજા પર ભલે આફત આવી પડી. એ સાચી આફત જ ન હતી. બાહ્ય લાભાલાભની કિંમત શી? સાક્ષાત ભગવાનનો સહવાસ અખંડ મળ્યો એના કરતાં જુ દી સદગતિ વળી કઈ હશે? કષ્ટ વેઠવાં પડે એને તો કાયરો જ વિપત્તિ ગણે. કલ્યાણકારીની દુર્ગતિ થવાની જ નથી એ ભગવાનની ખોળાધરી છે.’ પ્રાકૃ ત માણસ આ બંને બચાવથી અસંતુષ્ટ રહે છે. એની દૃષ્ટિએ બંને વચનો પરનો વિશ્વાસ આંધળાપણાની સરખી જ નિશાની છે. દંભનું પડ કાઢી નાંખીએ, ઔપચારિક ધર્મનિષ્ઠા દૂર કરીએ તો આવા પ્રાકૃ ત લોકોની સંખ્યા જ આજના જગતમાં વધારે દેખાશે. છતાં ઉપર કહે લાં બે વચનો અને તે ઉપરની શ્રદ્ધા શું સરખાં જ ગણી શકાય? પહે લું વચન ભૌતિક જગત વિશે ખોટો નિયમ બાંધે છે, જ્યારે બીજુ ં વચન આધ્યાત્મિક સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે. પહે લા વિધાનની સત્યતા તપાસવા માટે જ ે જાતની કસોટી જોઈએ છે તે જાતની કસોટી બીજુ ં વિધાન માગતું

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

સોનાનું હોવાની શી જરૂર? કાળી ચૌદશ સાથે એને શી લેવાદેવા? મધરાતમાં એવી તે કેવી જાદુઈ અસર કરે છે? જ્યોતિષ પ્રમાણે કાળી ચૌદશ નક્કી કરવી, અને મધરાતની ક્ષણ બરાબર સાચવવી, એ વસ્તુઓ અઘરી ભલે હોય, પણ અશક્ય તો નથી જ. પ્રત્યક્ષ અનુભવ વગર આવી વસ્તુ સાચી મનાય જ નહીં. અને આવો વિચિત્ર અનુભવ કરાવતાં પહે લાં એ વચનોમાં કશો બુદ્ધિપ્રયોગ કે વજૂ દ છે કે નહીં એ જ પ્રથમ તપાસવું જોઈએ. આવું વચન સાંભળ્યું કે તરત તેનો અમલ કરી જોયો એવો બેવકૂ ફ સાચી સૃષ્ટિમાં તો કોઈ મળે નહીં. બીજુ ં વચન આધ્યાત્મિક છે. સામો માણસ ઉપકાર કરે કે ન કરે , અથવા અપકારે કરે , તોયે એનો વિચાર કર્યાં વગર બધા જ પ્રત્યે જ ેઓ સજ્જનતાથી વર્તે છે એવા કલ્યાણકારી આર્ય પુરુષોને આંતરિક સમાધાન મળે છે એ તો પ્રત્યક્ષ અનુભવની વાત છે. બાહ્ય આપત્તિઓ એના પર ગમે તેટલી આવી પડે, પોતાના હૃદયની મહત્તા જ એને અખૂટ આનંદ આપે છે. તેથી એ અસ્વસ્થ નથી થતો. સમાજ પણ જાણે છે કે આપત્તિમાં પણ આવો માણસ દીપી ઊઠે છે. એના ચારિત્રની અસર વધુ ને વધુ થતી જાય છે. એની બુદ્ધિ પ્રસન્ન રહે છે. અને તેથી એની દુર્ગતિ થતી નથી. આવો પ્રત્યક્ષ અનુભવ ધારો કે ન થયો તોયે શુ?ં દુરાચરણ કયા આર્ય હૃદયને પસંદ પડે? ગમે તે પ્રલોભનમાં પણ પોતે દુરાચરણ તરફ વળ્યો નહીં એ સમાધાન જ એને ભારે શાંતિ આપનારું હોય છે. બદલો લેવા ખાતર પણ જ્યારે માણસ કંઈ હીન કૃ ત્ય કરે છે ત્યારે તેની આત્મપ્રતિષ્ઠા હણાય છે. સમાજ એને ભલે વખાણે, એ સામાજિક પ્રતિષ્ઠાની કિંમત હૃદયની નાપસંદગી આગળ કશી જ નથી. આત્મપ્રતિષ્ઠા ખોઈને માણસ સામાજિક પ્રતિષ્ઠા મેળવે 311


ત્યાં એ એને સદતી જ નથી. માણસ ભલે ગમે તેટલા આવેશથી પોતાનો બચાવ કરે , પણ એને પોતાને જ એ બધું પોલુપોલું લાગે છે. તેથી જ કલ્યાણકારીની દુર્ગતિ નથી થતી એ વસ્તુ સ્વયંસિદ્ધ છે એમ હૃદય કબૂલ કરે છે. એ વચનનો ભાવાર્થ હૃદયધર્મ સાથે એટલો બધો સમરસ છે કે હૃદય એ વચનને અનુભવની કસોટી પર પણ ચડાવવા માગતું નથી. ધાર્મિક શ્રદ્ધાએ નોધેલાં વચનો અને વહે મનાં વચનો વચ્ચે જમીન આસમાનનું અંતર હોય છે. આજનો પ્રાકૃ ત જમાનો કેટલીક વેળા ધાર્મિક શ્રદ્ધા સાથે ધર્મને નામે ચાલતા તમામ વહે મોને ટકાવવા માગે છે. અને એનાં માઠાં ફળ અનુભવીને અકળાતાં લોલકને સામો હીંચકો આપી વહે મો સાથે ધાર્મિક શ્રદ્ધાને પણ ઉડાવી દેવા માગે છે. હાથની કોણી વતી બે વેંત જમીન ખોદવાથી પાતાળ દેખાય છે એ વચનની, અને આદર્શ બ્રહ્મચારી સંપૂર્ણ નીરોગી અને પ્રસન્નપ્રજ્ઞ હોય છે એ વચનની પ્રાકૃ ત લોકો સરખી જ કદર કરે છે; તેથી કાંઈ એ બે વચનો સરખી કોટિનાં થઈ શકતાં નથી. કાયિક સાથે માનસિક બ્રહ્મચર્યનો અનુભવ કરનાર લોકો આજ ે એટલા ઓછા છે કે બ્રહ્મચર્ય વિશેનું વિધાન ઘણા લોકોને અતિશોક્તિભર્યું જણાય તો એમાં નવાઈ નથી. પણ જ ે લોકોએ એ દિશામાં કંઈક સંગીન અને લાંબો અનુભવ કર્યો છે તેઓ પોતાના અનુભવ પરથી અનુમાન બાંધી એ વચનને સંપૂર્ણપણે સ્વીકારવા તૈયાર હોય છે. તેઓ કહે શે કે ઘર્ષણ વિનાનું યંત્ર તૈયાર કરવું જ ેમ મુશ્કેલ છે, પણ જ ેમાં ઘર્ષણ ઓછામાં ઓછુ ં હોય એવાં નવાં નવાં યંત્રો વધુ ને વધુ સફળતાપૂર્વક તૈયાર કરી શકાય છે, તેમ સંપૂર્ણ બ્રહ્મચર્યની કોટિએ પહોંચેલો દેહધારી મળી આવવો દુર્લભ હોય તોયે તેથી એને વિશે કહે વાયેલા વચનને આંચ આવે એમ નથી. ગણિતમાં અને અનંતશ્રેણી વિશેના સિદ્ધાંતો જ ેમ નિર્વિવાદ સત્ય હોય છે, તેમ સરળ કોટિ વિશેના આધ્યાત્મિક સિદ્ધાંતો પણ સત્ય છે જ છે. 312

વહે મ અને શ્રદ્ધા વચ્ચેનાં સામ્ય અને વિરોધ ધ્યાનમાં લઈ આપણે ધર્મસંસ્કરણમાં પ્રવૃત્ત થવું જોઈએ. મંદ અગ્નિ ઉપર જ ેમ રાખ વળે છે અને એ અગ્નિને ધીમે ધીમે ગુંગળાવી મારે છે, તેમ ધર્મમાં દાખલ થયેલા અસંખ્ય વહે મો ધર્મને ગુંગળાવી મારે છે. વહે મો-અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. જ્ઞાન વિશેની, સત્ય વિશેની પ્રખર જિજ્ઞાસાને અભાવે એ ટકે છે. વહે મ એ શુદ્ધ નાસ્તિકતા જ છે. બેદરકરાર વૈદ જ ેમ ગમે તેવી દવા ગમે તે દર્દીને બેવકૂ ફી કે બેદરકરાથી આપે છે, તેમ જ ેમને સત્યની સાચી ધાર્મિકતાની પડી નથી હોતી એવા મૂઢ લોકો જ વહે મોને ચાલન આપે છે, અને ખોટા આશ્વાસનથી શાંતિ મેળવવા માગનાર દુર્બળ હૃદયો એવા વહે મોને સંઘરે છે. જ ેને સાજા થવું છે તે જ ેમ પોતાની તબિયત સાથે દવાની પણ પૂરેપૂરી ચિકિત્સા કરે છે, તેમ જ ેને ધાર્મિકતા કેળવવી છે, સત્યરૂપી આરોગ્ય મેળવવું છે તે દરે ક માણસ એકેએક માન્યતાને બુદ્ધિ અને અનુભવની કસોટી પર કસ્યા વગર નહીં રહે . ધર્મ વિશે આપણો સમાજ એટલો બધો બેદરકાર થયો છે કે લોકોને સનાતન શ્રદ્ધાઓ કેળવવાનીયે પડી નથી, અને સમાજની જ્ઞાનશક્તિ અને પ્રાણશક્તિને કોતરી ખાનાર અસંખ્ય વહે મો વખોડી કાઢવાની પણ પડી નથી. સમાજમાં અને ખાસ કરીને નિષ્પાપ અને મહે નતુ આમવર્ગમાં જ ે અકર્મણ્યતા, નિરાશા અને ઘડપણ આવી ગયાં છે તેનું કારણ જ ેટલે અંશે ભૂખમરો છે તેટલે અંશે અશ્રદ્ધા અને વહે મો છે. એ દૂર કરીને ધર્મસંસ્કરણ જ્યાં સુધી નથી કર્યું ત્યાં સુધી સમાજનું સંજીવન થવાનું નથી. ભૂખમરો ટાળીશું તો જ લોકો આપણા શબ્દો સાંભળવા તૈયાર થશે. પણ જ્યારે તેમ સાંભળવા તૈયાર થાય ત્યારે વહે મોનો નાશ કરનારી અને શ્રદ્ધા નીપજાવનારી વેદવાણી એમને સંભળાવવા સમાજસેવકોએ તૈયાર રહે વું જોઈશે. આંધળા આંધળાને દોરી ન શકે. [નવજીવન, તા. ૨૪-૭-૧૯૨૭]

[ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજી સ્થાપિત ‘નવજીવન’નું શતાબ્દીએ નવસંસ્કરણ મણિલાલ એમ. પટેલ

મોહનદાસ કરમચંદ ગાંધીએ પોતે-જાતે સ્થાપેલી

સંસ્થાઓ પૈકી કોચરબ આશ્રમ, સાબરમતી આશ્રમ અને મજૂ ર મહાજન સંઘે તેમના સંસ્થાકીય આયખાનાં સો વર્ષ પૂર્ણ કરીને શતાબ્દી ઊજવી. ગૂજરાત વિદ્યાપીઠ પણ જન્મશતાબ્દીની ઉજવણીની તૈયારીઓ કરી રહી છે. ગાંધીજી સ્થાપિત ‘નવજીવન’ સંસ્થાની જન્મશતાબ્દી હાલમાં જ પૂરી થઈ. ગાંધીજીના દક્ષિણ આફ્રિકાથી સ્વદેશાગમન બાદ ૧૯૧૫થી ૧૯૨૦ની વચ્ચે તેમણે જાતે સ્થાપેલી આ સંસ્થાઓ મૂળભૂત ઉદ્દેશ તો આઝાદીની લડત, શિક્ષણ અને લોકકેળવણી હતાં. અમદાવાદમાં ઇંદુલાલ યાજ્ઞિક જ ે ‘નવજીવન અને સત્ય’ માસિક ચલાવતા હતા તે ૧૯૧૯માં તેમણે ગાંધીજીને સોંપ્યું અને ૭ સપ્ટેમ્બરે ગાંધીજીના તંત્રીપદે સાપ્તાહિકરૂપે તેનો પ્રથમ અંક પ્રગટ થયો જ ે ‘નટવર પ્રિન્ટિંગ’ નામના ખાનગી પ્રેસમાં છપાયું પણ ખાનગી પ્રેસ ગાંધીજીનાં સરકારની ટીકા કરતાં

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

કડક લખાણો છાપવાની હિં મત કરતાં નહીં એટલે ‘મનહર પ્રિન્ટિંગ પ્રેસ’ ખરીદ્યું ને તેને ‘નવજીવન મુદ્રણાલય’ નામ અપાયું. મુંબઈથી પ્રસિદ્ધ થતું ‘યંગ ઇન્ડિયા’ પણ અહીં છપાવા લાગ્યું. ‘નવજીવન’ને સ્વામી આનંદ જ ેવા સંપાદક ને શંકરલાલ બૅન્કર જ ેવા પ્રકાશક મળ્યા. ૧૯૨૧માં હિં દી ‘નવજીવન’ શરૂ થયું. પ્રેસ નાનું પડતાં ભાડાના બીજાં મકાનમાં પ્રેસ અને કાર્યાલય ખસેડાયાં. ૧૯૨૨માં ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’માં લખેલા ત્રણ લેખો બદલ રાજદ્રોહના ગુનાસર ગાંધીજીને છ વર્ષ ને શંકરલાલ બૅન્કરને દોઢ વર્ષની સજા થઈ. એવામાં સ્વામી આનંદની પણ ધરપકડ થતાં રામદાસ ગાંધી ને કાકાસાહે બે કામ સંભાળ્યું. એમની પણ ધરપકડ થતાં મહાદેવભાઈ દેસાઈએ કામ આગળ ધપાવ્યું. ગાંધીજી છૂટતાં તેમણે પુનઃ કામ સંભાળ્યું. ૧૯૨૯માં નવજીવન સંસ્થા નવજીવન ટ્રસ્ટના 313


સ્વરૂપમાં ફે રવાઈ. સાઇઠ વર્ષના મોહનદાસ ગાંધી અને મોહનલાલ ભટ્ટ એમ બે ‘મોહન’ની સહીથી શંકરલાલ બૅન્કર અને રતિલાલ મહે તાની શાખ સહીથી ટ્રસ્ટની નોંધણી કરાવી. જ ેના ટ્રસ્ટીમંડળના પાંચ સભ્યોમાં પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ તથા જમનાલાલ બજાજ, કાકાસાહે બ કાલેલકર, મહાદેવ દેસાઈ અને મોહનલાલ ભટ્ટ હતા. ટ્રસ્ટના ઉદ્દેશમાં ગાંધીજીએ લખ્યું કે, ‘ગુજરાતી ભાષાના સાધન દ્વારા ગુજરાતના જીવનમાં ઓતપ્રોત થવા અને એ રીતે હિં દની સેવા કરવા ઇચ્છનારા સંસ્કારી અને ગુજરાતી ભાષા પરાયણ સેવકો દ્વારા લોકશિક્ષણનું કાર્ય કરી હિં દ સ્વરાજ પ્રાપ્ત કરવાના શાંતિમય ઉપાયનો પ્રચાર કરવો.’ ઉદ્દેશની પૂર્તિ માટે વિશેષ કાર્યો તરીકે રેંટિયો ને ખાદીનો પ્રચાર, અસ્પૃશ્યતાનિવારણ, હિં દુ-મુસ્લિમ કોમી ઐક્ય, ગૌરક્ષા, સ્ત્રીઓની ઉન્નતિના ઉપાયો, હિં દી યા હિં દુસ્તાની ભાષાનો પ્રચાર, પ્રજાની ધાર્મિક, સામાજિક, રાજકીય ઉન્નતિના ઉપાયો છાપાં ને પુસ્તકો દ્વારા કરવા, સંસ્થાનાં કોઈ પ્રકાશનોમાં જાહે રાતો ન લેવી, સંસ્થાનો અહે વાલ ને હિસાબ વર્ષ પૂરાં થતાં ત્રણ માસમાં આપવો અને સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ સ્વાશ્રયનાં ધોરણે (દાન વિના) ચલાવવાનો સદાય આગ્રહ રાખવો. ૧૯૩૦માં સરકારે છાપખાનું જપ્ત કર્યું, છતાં ગુપ્તવાસમાં સામયિકો ચાલુ રહ્યાં અને ૧૯૩૧માં સરકારે પ્રેસની વેરણ-ખેરણ સામગ્રી પરત કરતાં પુનઃ ગાંધી રોડ પર બાલા હનુમાન પાસે પ્રેસ ને કાર્યાલય શરૂ થયાં. ૧૯૩૨માં ગાંધીજીની ધરપકડ થતાં લડતને કારણે બંને સામયિકો બંધ કરવાં પડ્યાં ને સરકારે પ્રેસનો કબજો લઈ લીધો ને તેને વેચી દેવાયું. એવામાં ૧૯૩૩માં જીવણલાલ દેસાઈ, કાકાસાહે બ અને મહાદેવભાઈ જ ેલમાંથી છૂટીને આવતાં પુસ્તકો છાપવા માટે નવજીવન પ્રકાશન મંદિર શરૂ કર્યું. ૧૯૩૭માં બદલાયેલા માલિક પાસેથી છાપખાનું પાછુ ં મેળવ્યું અને ૧૯૩૯માં ‘શિક્ષણ સાહિત્ય’ નામનું માસિક શરૂ કર્યું. 314

૧૯૪૦માં તેને પણ બંધ કરવું પડ્યું. ૧૯૩૩માં પૂનાથી ગાંધીજીએ શરૂ કરે લાં અંગ્રેજી ‘હરિજન’, હિં દી ‘હરિજન સેવક’ અને ગુજરાતી ‘હરિજન બંધુ’ ૧૯૪૨માં અમદાવાદથી શરૂ કરાયાં. જ ે ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’ જ ેવાં સાપ્તાહિકોના નવા અવતાર સમાં હતાં; પણ નવજીવનના વ્યવસ્થાપકની ધરપકડ થતાં કિશોરલાલ મશરૂવાળાએ હરિજનપત્રો સંભાળ્યાં. પાછુ ં સરકારને ન ગમતાં મુદ્રણાલયને સીલ મારી રે કોર્ડ બાળી દેવાયો ને પ્રકાશન બંધ થયું જ ે ૧૯૪૬માં પુનઃ શરૂ થયું. ૧૯૪૮માં ગાંધીજીનાં અવસાન સુધી તે ચાલ્યાં ને ત્યાર બાદ દોઢેક માસ બંધ રહ્યા પછી મગનભાઈ દેસાઈના તંત્રીપદે પુનઃ શરૂ થયાં. જ ે ૧૯૫૬ સુધી ચાલ્યાં. આમ નવજીવન પ્રેસ અને કાર્યાલયનાં ઠેકાણાં ૧૯૫૦ સુધી જરૂરિયાત ને સંજોગો મુજબ ભાડે કે ખરીદી સુધી બદલાતાં રહ્યાં. ૧૯૫૦માં ગૂજરાત વિદ્યાપીઠની પાછળની જમીનમાં કાર્યાલય, મુદ્રણાલય ને સેવકોનાં રહે ઠાણની વ્યવસ્થા થઈ જ ેનું ઉદ્ઘાટન સરદાર પટેલે કર્યું. તે સમયે નવજીવન પર રૂ. ૧૭ લાખની લોનનું દેવું થઈ ગયું હતું, કેમ કે નવજીવન લોન લઈ શકતું પણ દાન નહીં. સરદારે સંસ્થાને દેવાંમાંથી બહાર કાઢવા યોજના ઘડવાનું નક્કી કર્યું પણ તરત જ સરદારની છત્રછાયા સંસ્થાને ગુમાવવી પડી. સંસ્થાએ પુસ્તકોના ગ્રાહકોની ઍડવાન્સ નોંધણીની યોજના અમલી બનાવી. સરદાર બાદ મોરારજી દેસાઈ જીવ્યા ત્યાં સુધી અધ્યક્ષ રહ્યા. નવજીવને પુસ્તકોની સાથે સાથે એસટી ને એએમટીએસની ટિકિટો છાપવાનું પણ શરૂ કર્યું. ઉત્તમ મુદ્રણ માટે નવજીવન પંકાયું. આઝાદી બાદ નવજીવનની લડતના પ્રચાર-પ્રસારની ભૂમિકા બદલાઈ. આઝાદીની લડતનાં મુખપત્ર ને લડતના ઇતિહાસનાં મહાકાવ્ય સમા નવજીવને મોટાપાયે પુસ્તક પ્રકાશનનું કામ શરૂ કર્યું ને ગાંધીજીના અક્ષરદેહની સંસ્થા વારસદાર બની. ઇંદુલાલ યાજ્ઞિક, શંકરલાલ બૅન્કર, સ્વામી આનંદ, જીવણજી [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


દેસાઈ, ધીરુભાઈ નાયક, મગનભાઈ દેસાઈ, નરહરિ પરીખ, ઠાકોરભાઈ દેસાઈ, શાંતિલાલ શાહ, બિહારીલાલ શાહ અને જિતેન્દ્ર દેસાઈ જ ેવા અનેક સંનિષ્ઠ સેવકોએ નવજીવનની વિકાસયાત્રાને આગળ ધપાવી. મહાદેવભાઈ, કાકાસાહે બ, મશરૂવાલા, સ્વામી આનંદ જ ેવા અનેક પ્રબુદ્ધ લેખકોની દેશ અને ગાંધીયુગને નવજીવન થકી ભેટ મળી. પ્રિન્ટિંગ ક્ષેત્રની ઉજ્જ્વળ કારકિર્દી ને આર્થિક ઉપાર્જનની ઉત્તમ તકો તથા રાજકારણમાં જવાની લોભામણી લાલચો છોડીને જિતેન્દ્ર દેસાઈ નવજીવનને સમર્પિત થયા. નવજીવનમાં જોડાયા ત્યારે નવજીવન ટ્રસ્ટે તેમની પાસે બૉન્ડ માગવાનું વિચાર્યું ત્યારે મોરારજી દેસાઈએ કહ્યું કે, બૉન્ડને બદલે આજીવન બંધાઈ જાય તેવું વિચારો ને જિતેન્દ્રભાઈ વિના બૉન્ડ આજીવન બંધાયા. આઝાદીની બીજી લડત સમી કટોકટી સમયે ભૂમિપુત્રના ચુકાદાની પુસ્તિકા છાપવા બદલ નવજીવનને સ્વદેશી સરકારે સીલ માર્યું ત્યારે જિતેન્દ્રભાઈએ કાનૂની લડત લડી હતી, એટલું જ નહીં એક પાઈ પણ દાન લીધા વિના સ્વાશ્રયનાં ધોરણે ૫૨ વર્ષ સુધી નવજીવનની ધુરા સંભાળીને તેઓ અચાનક વિદાય થયા. ૧૯૪૦માં ગાંધીજીએ પોતાનું વસિયતનામું કર્યું હતું તે મુજબ, ‘મારી કંઈ પણ મિલકત છે એમ હં ુ માનતો નથી પણ વ્યવહારમાં ને કાયદામાં મારું જ ે ગણાતું હોય, સ્થાવર કે જંગમ, મેં લખેલાં ને હવે પછી લખાશે તે પુસ્તકો, લેખો છપાયેલાં કે નહીં છપાયેલાં અને તેના તમામ કૉપીરાઇટના હકો, એ બધાના વારસ હં ુ નવજીવન સંસ્થાને ઠરાવું છુ .ં ’ કૉપીરાઇટની નવજીવનને સારી એવી રકમ આવક તરીકે મળતી. ૨૦૦૮માં કૉપીરાઇટ પૂરા થતાં જિતેન્દ્ર દેસાઈએ સંસ્થાની આવકનો મોહ-લાલચ છોડીને ગાંધીજીના વિચારો ને કાર્યનો વિશ્વભરમાં બહોળો પ્રચાર-પ્રસાર થાય તેવા ઉમદા હે તુથી કૉપીરાઇટ

પાછા મેળવવા પ્રયાસો ન કર્યા. જિતેન્દ્ર દેસાઈના અથાક પ્રયાસોથી ‘સત્યના પ્રયોગો’ આજ ે ૧૭ જ ેટલી ભાષામાં ઉપલબ્ધ થઈ છે તેની લાખો નકલો વેચાય છે. જિતેન્દ્ર દેસાઈની અણધારી વિદાય બાદ ‘જન્મભૂમિ’ના ટ્રસ્ટી ધીરુભાઈ મહે તા અધ્યક્ષ ને વિવેક દેસાઈએ મૅનેજિગ ં ટ્રસ્ટીની જવાબદારી સંભાળી. યુવાનો ગાંધીવિચારથી આકર્ષાય તે હે તુથી વિવેક દેસાઈએ ‘કર્મ કાફે ’ ને સજીવ ખેતીનાં ઉત્પાદનોવાળી ગાંધીથાળી શરૂ કરી. ખાદીને કચ્છ હસ્તકળાથી યુવાનોને આકર્ષવા ‘સ્વત્વ’ વસ્ત્રભંડાર અને પેઇન્ટિંગ તથા ફોટોગ્રાફીને પ્રોત્સાહન મંચ પૂરો પાડવા ‘સત્ય આર્ટ ગૅલેરી’ શરૂ કરી છે. સ્થાપનાથી નવજીવનનો ઇતિહાસ દર્શાવતું જૂ ના પ્રિન્ટિંગ ને ટાઇપરાઇટિંગનાં મશીનોનું મ્યૂઝિયમ બનાવ્યું છે. ૧,૦૦૦થી વધુ પુસ્તકો ને ઈ-બુક્સ ઉપરાંત ડિજિટલાઇઝેશન અને પીઓડી પ્રોજ ેક્ટ જ ેવી આધુનિક કામગીરી પણ નિર્માણ કરવામાં આવી. જિતેન્દ્ર દેસાઈ મૅમોરિયલ હૉલ પણ નિર્માણ કરવામાં આવ્યો. જ ેલના કેદીઓ અને શાળાકૉલેજોના વિદ્યાર્થીઓ માટે ગાંધીપરીક્ષા પણ લેવાય છે. ગાંધીવિચારના પ્રચાર-પ્રસાર માટે ‘नवजीवनનો અક્ષરદેહ’ નામનું માસિક પણ છેલ્લા છ વર્ષથી નિયમિત પ્રકાશિત થાય છે. પત્રકારત્વના વ્યવહારુ શિક્ષણ માટેનો એક વર્ષનો ઘનિષ્ઠ અભ્યાસક્રમ નવજીવનમાં આ વર્ષથી આરં ભ થયો છે. ઉપરાંત જ ેલમાં પ્રૂફરીડિંગ અને પત્રકારત્વનો ટૂ કં ો અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવ્યો. ‘નવજીવન’ દ્વારા વૃદ્ધ વડીલોની સાર-સંભાળ માટે પારીચારિકા તાલીમવર્ગો પણ સદ્‌વિચાર પરિવાર ખાતે ચલાવાય   છ.ે આમ શતાબ્દીએ ‘નવજીવન’ નવા રૂપરં ગે ‘નવજીવન’ મેળવી રહ્યું છે. નવા ઉત્સાહી યુવા કાર્યકરોના અભાવે તૂટતી ગાંધીવાદી સંસ્થાઓ માટે નવજીવનનું નવસંસ્કરણ પ્રેરણાદાયી છે. o

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

315


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં

ચંદુલાલ ભગુભાઈ દલાલ

ગાંધીજીએ ૧૯૧૯ના પહે લા નવ મહિનાનું એકંદર મૂલ્યાંકન આ પ્રમાણે કર્યું હતું : “...આ તરફ હિં દુસ્તાનમાં ચોતરફ નિરાશા જ ેવું લાગે છે. લડાઈના અંતે હિં દુસ્તાન ઠીક મળશે એવી આશા હતી તેને બદલે કંઈ જ નહીં. સુધારા થાય ત્યારે ખરા. તે પણ ધૂળ જ ેવા...જ ે આવે તે ખરું . પંજાબમાં કેર વર્ત્યો. નિરપરાધી માણસો માર્યાં ગયાં... રાજવર્ગ ને પ્રજાવર્ગ વચ્ચે અવિશ્વાસ ને અંતર વધ્યાં...” જો કોઈ આશાનું કિરણ હોય તો તે સત્યાગ્રહનો ઉદય હતો. [ગાં.અ. ૧૬ના પ્રસ્તાવનામાંથી] આ અંગે તેઓ થિયૉસૉફિસ્ટ અને न्यू इन्डिया પત્રના તંત્રી જી. એસ. એરું ડલને એક પત્રમાં જણાવે છે કે, “એ વિશે કશો અંદેશો ન હોવો જોઈએ કે સવિનય કાયદાભંગ એ કાયમ માટે આવ્યો છે. એ જીવનનો એક સનાતન સિદ્ધાંત છે.” આ જ માસમાં દક્ષિણ આફ્રિકાના તેમના નિકટના મિત્ર અને સાથી એ. એચ. વેસ્ટને લખેલા પત્રમાં વર્ણવતાં ગાંધીજી લખે છે : “હં મેશની માફક હં ુ કામમાં ડૂ બેલો રહં ુ છુ .ં તરતમાં જ મારી ધરપકડ થવાના સમાચાર છે. આશ્રમ વિસ્તરતો જાય છે.” આ ઉપરાંત પણ તેઓ પરિવાર અને વેસ્ટના પરિચિત વ્યક્તિઓની ખબરઅંતર જણાવે છે. રૉલેક્ટ એક્ટ રદ ન થાય તો ફરી સવિનયભંગની લડત કરવાનો વિચાર ગાંધીજી ध हिन्दु અખબારના પ્રતિનિધિને જણાવે છે; પરં તુ આ રાજકીય ગતિવિધિ વચ્ચે પણ પૂનાના ગુજરાતી બંધુ સમાજમાં આપેલાં તેમનાં ભાષણમાં તેમની પ્રાથમિકતા શું છે તે નજરે ચડે છે. અહીંયા તેઓ કહે છે કે, “હં ુ આજકાલ સ્વદેશી પર વ્યાખ્યાન આપું છુ .ં બીજી પ્રવૃત્તિઓમાંથી બચાવીને મારો બધો વખત સ્વદેશીમાં જ વાપરું છુ .ં સ્વદેશીમાં જ આપણને સ્વરાજ્ય મળે છે.” ગાંધીજીની વિધવિધ પ્રવૃત્તિ સાથે દક્ષિણ આફ્રિકામાં હિં દીઓની અને પંજાબની અસહ્ય અને અન્યાયી સ્થિતિ પર ધ્યાન રાખીને તે અંગે સંબંધિત પ્રતિનિધિઓ સાથે પત્રવ્યવહાર કરી રહ્યા છે; સાથે સવિનયભંગ, સત્યાગ્રહ અને સ્વરાજ્ય વિશે લોકોની કેળવણી પણ કરી રહ્યા છે. રૉલેટ કાયદાનો તેમના દ્વારા શક્ય એટલા મંચ પર વિરોધ જારી છે. સપ્ટેમ્બરના આરં ભમાં જ ે વિશેષ ઘટના છે તે नवजीवनના આરં ભની. તેઓને મળેલા અભિવ્યક્તિના આ મંચ સાથેસાથે અંગ્રેજીમાં यंग इन्डियाમાં હવે તુર્કીનો પ્રશ્ન ચર્ચાવા લાગ્યો છે. આ વિશે તેઓ ‘તુર્કી’ મથાળા હે ઠળ લેખમાં જણાવે છે : “તુર્કીની સલ્તનતમાં ઇસ્લામનો ગંભીર સવાલ આવી જાય છે. ઈસ્લામ દુન્યવી અને દીની એવા બે વિભાગ પાડતો નથી. તુર્કીના સુલતાન એ જ ઈસ્લામના માનવંતા ખલીફા છે, અને જો સલ્તનત જાય તો ઈસ્લામી મજહબ પ્રમાણે ખલીફાનો અર્થ જ ન રહે .” તુર્કીની માંગણી અખંડિત રહે વાની છે, ગાંધીજીએ તે માટે હિં દુસ્તાનને ટેકો આપવા અપીલ કરી છે. અંતે ગાંધીજીએ તે વખતે પોતાના જન્મદિન પ્રસંગે આવેલા પત્રો અને તારો આવ્યા તેનો આભાર વ્યક્ત કરતા પત્રના અંશ : “સૌએ મારું દીર્ઘાયુ ઇચ્છ્યું છે. હં ુ સત્યને શોધતો, સત્ય આચરતો અને સત્યનું જ ચિંતવન કરતો મરવા ઇચ્છું છુ .ં એ મારી મનકામના સફળ થાય એવો આશીર્વાદ હં ુ પ્રજા પાસે માગું છુ .ં ”

316

ઑગસ્ટ -  ૧૯૧૯

૧ વીજાપુર. કલોલ : હાથસાળ કારખાનાની મુલાકાત.  સ્વદેશી વિશે પ્રવચન. અમદાવાદ. ૨ (અમદાવાદ). ૩ થાણા : ગૌરક્ષા વિશે ભાષણ.  મુંબઈ. ૪ મુંબઈ. ૫ મુંબઈ : પઢિયારના અવસાન માટે ખેદ જાહે ર કરવા અને એમની યાદગીરી

જાળવવાની યોજના નક્કી કરવા, ગુજરાતીઓની સભામાં પ્રમુખપદે, સમય સાંજ, સ્થળ મોરારજી ગોકળદાસ હૉલ. ૬ મુંબઈ. ૭ મુંબઈ : સ્વદેશી ભાષણ, સમય રાત, સ્થળ કાલબાદેવી નરનારાયણનું મંદિર. ૮ પૂના : દક્ષિણ આફ્રિકાના હિં દીઓની હાડમારીઓ અંગેની, ડેક્કન સભાના

[ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


આશ્રયે મળેલી સભામાં હાજર, સ્થળ કિર્લોસ્કર થિયેટર, પ્રમુખ ખોપકર.  મફત વાંચનાલયની મુલાકાત. ૯ મુંબઈ. ૧૦થી ૧૧ (અમદાવાદ). ૧૨થી ૧૩ અમદાવાદ. ૧૪ અમદાવાદ. ગોધરા : સ્વદેશી ભંડાર ખુલ્લો મૂક્યો.  સ્ટુઅર્ટ લાઇબ્રેરીની મુલાકાત.  કામદારોના કામના સમય વિશે અને વેઠ વિશે કલેક્ટર સાથે ચર્ચા.  સ્ત્રીઓની સભા સમક્ષ સ્વદેશી વિશે પ્રવચન, સમય સાંજ, કલેક્ટરનાં પત્ની હાજર.  જાહે ર સભામાં સ્વદેશી વિશે પ્રવચન, સમય રાત, પ્રમુખ કલેક્ટર. ૧૫ ગોધરા : પંજાબના મામલા વિશે ભાષણ. ૧૬થી ૧૮ મુંબઈ. ૧૯ મુંબઈ : સ્વદેશી અંગે ચર્ચા કરવા માટે ગવર્નર પાસે મુલાકાત માગી.  કૃ ષ્ણ સ્ટોર્સનું ઉદ્ઘાટન કરવા ના પાડી-કારણ, એમાં પરદેશી માલ પણ વેચવાનો હતો.  કાર્યકરોની સભા, સમય રાત. ૨૦1 મુંબઈ : કરાંચીમાંથી હદપાર કરવામાં આવેલા મણિલાલ જાદવજી વ્યાસ અંગે સર

લલ્લુભાઈ શામળદાસને પત્ર લખ્યો. ૨૧ મુંબઈ. ૨૨ મુંબઈ : પંજાબ રમખાણ અંગે એક જણને થયેલી સજા વિશે ત્યાંના લેફ. ગવર્નરને પત્ર લખ્યો.  ઍસ્થર ફૅ રિંગને દેશનિકાલ ન કરવા વિનંતી કરતો પત્ર મદ્રાસના ગવર્નરને લખ્યો. ૨૩થી ૨૪ મુંબઈ. ૨૫ અમદાવાદ : રાષ્ટ્રીય ગુજરાતી શાળામાં ‘દેશી રમતો’ વિશે ભાષણ. ૨૬ અમદાવાદ. ૨૭ મુંબઈ. ૨૮ મુંબઈ : અમદાવાદમાં મજૂ ર-વસાહત સ્થાપવા માટે જમીન આપવા કલેક્ટરને પત્ર લખ્યો.  પંચમહાલના કલેક્ટરનાં પત્નીને કાંતવા વિશે પત્ર લખ્યો. ૨૯ મુંબઈ : જ ૈન ફ્રેન્ડલી યુનિયન અને યુનિયન સોસાયટીના આશ્રયે, રૉલેટ કાયદા સામે અને પંજાબના અમલ સામે, વિરોદ દર્શાવવા મળેલી સભામાં પ્રમુખપદે. ૩૦ મુંબઈ : થી નીકળ્યા. ૩૧ દાહોદ : આવ્યા, સત્કાર અને સરઘસ, ઉતારો શેઠ કરસનભાઈને ત્યાં.  ‘સ્વદેશી’ વિશે ભાષણ; સમય સવાર.  સ્ત્રીઓની સભામાં રેંટિયા વિશે પ્રવચન, સમય બપોર.  સાળવીની સભામાં અને અંત્યજ વાસમાં પ્રવચનો.

1. આગામી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટે આજ ે અમદાવાદમાં મળેલી સત્કાર સમિતિમાં ગાંધીજીનું નામ સૂચવવામાં આવ્યું પરં તુ એમને વધુમતી મળી નહીં એટલે એ ચૂંટાયા નહીં. વિરુદ્ધ મત આપનારમાં નરહરિભાઈ હતા! o

સપ્ટેમ્બર-  ૧૯૧૯

૧થી ૨ (દાહોદ). ૩થી ૪ અમદાવાદ. ૫ (અમદાવાદ). ૬ મુંબઈ : સ્વદેશી સભાની અને સત્યાગ્રહ સમિતિની બેઠકમાં હાજર. ૭ મુંબઈ : ‘નવજીવન’ પત્ર હાથમાં લીધું.2 2. સને ૧૯૧૧ના જુ લાઈ માસથી ‘સત્ય’ નામનું એક માસિક મુંબઈથી, મોતીલાલ ત્રિભુવનદાસ દલાલના તંત્રીપદે નીકળતું હતું. સને ૧૯૧૫ના જૂ ન માસના અરસામાં

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯]

‘નવજીવન’ નામનું એક માસિક કાઢવા ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક તૈયારી કરતા હતા. એ જાણતાં, શ્રી દલાલની સંમતિથી ‘નવજીવન અને સત્ય’ નામનું માસિક કાઢવા નક્કી થયું. અને સને ૧૯૧૫ના જુ લાઈ માસથી ઇન્દુલાલના તંત્રીપદે એ નીકળ્યું. એ, સને ૧૯૧૯ના જુ લાઈ સુધી ચાલ્યું. પછી એના સંસ્થાપકોએ એની દેખરે ખ ગાંધીજીના હાથમાં મૂકી; અને એ, અઠવાડિક તરીકે પ્રસિદ્ધ થઈ શકે એવી સગવડ કરી આપવાનું માથે લીધું. એટલે એનું તંત્રીપદ ગાંધીજીએ સંભાળ્યું. એનું નામ કેવળ ‘નવજીવન’ રાખવામાં આવ્યું, અને એનો પહે લો

317


ગીરગામમાં ગુજરાત સ્વદેશી સ્ટોર્સ ખુલ્લો મૂક્યો. સાંજ ે, સ્વદેશી સભાની બેઠકમાં હાજર. ૮ મુંબઈ. ૯થી ૧૧ (અમદાવાદ). ૧૨ અમદાવાદ : માર્મ ડ્યુક પિક્થૉલનો ટર્કી અંગેનો લેખ, ન છાપવા સરકારે ફરમાવ્યું, એના જવાબમાં લખ્યું : ‘તમારી સૂચના મુજબ હં ુ નહીં છાપું પણ બીજાં પત્રોમાં એ છપાયો જ છે.’ ૧૩ (અમદાવાદ). ૧૪થી ૧૭1 અમદાવાદ. ૧૮ મુંબઈ : મુંબઈ રાત્રે સાડા આઠ વાગ્યે, નાગપાડા મસ્તાન શાહ તળાવવાળી જગ્યાએ, મિયાં મહં મદ હાજી જાન મહં મદ છોટાણીના પ્રમુખપદે મળેલી, ખિલાફત અંગેની મુસલમાનોની જાહે ર સભામાં હાજર રહ્યા તથા ભાષણ કર્યું. સભા રાતના દોઢ વાગ્યા સુધી ચાલી. ૧૯ મુંબઈ. ૨૦ અમદાવાદ. ૨૧ અમદાવાદ : કેટલાક લત્તાઓમાં અંત્યજ શાળાઓ ખુલ્લી મૂકી. ૨૨ અમદાવાદ. અંક આજ ે બહાર પડ્યો. એના પ્રિન્ટર અને પ્રકાશક સોમાલાલ મંગળદાસ હતા. 1. તા. ૧૪મીથી એ નવજીવનના પ્રિન્ટર ભોગીલાલ નારણદાસ બોડીવાળા (નટવર પ્રિન્ટીંગ પ્રેસ) હતા અને પ્રકાશક ઇન્દુલાલ યાજ્ઞિક હતા.

૨૩ (અમદાવાદ). ૨૪ અમદાવાદ. ૨૫ રાજકોટ : આવ્યા સવારે ; સ્ટેશને સત્કાર; ઉતારો બેરિસ્ટર શુક્લને ત્યાં. સ્વદેશી વિશે ટૂ કં ુ પ્રવચન, સ્થળ રે વાશંકર જગજીવનનો બંગલો, સ્ત્રીઓની સભામાં સ્વદેશી તથા હાથકંતામણ વિશે પ્રવચન, સમય બપોર, સ્થળ વણિક ભોજનશાળા. ‘સમાજ સેવાનું સ્વરૂપ’ વિશે ભાષણ, સમય સાંજ, સ્થળ કૉનોટ હૉલ. સરકારી નોકરો પણ હાજર હતા. ૨૬ રાજકોટ : સવારે ઢેડશાળાની મુલાકાત. સ્ત્રીઓની સભા. ૨૭ ગોંડલ : સ્વદેશી ભંડાર ખુલ્લો મૂક્યો મોટી મારડ. ૨૮ મોટી મારડ : ખેડૂત પરિષદના પ્રમુખસ્થાનેથી, સ્વાશ્રય અને સ્વદેશી ઉપર પ્રવચન. ધોરાજી : હિં દુ-મુસ્લિમ એકતા ઉપર પ્રવચન. અંત્યજ વાડામાં સભા. ગોંડલ : સ્ત્રીઓ અને પુરુષોની અલગ અલગ સભાઓમાં સ્વદેશી વિશે પ્રવચન. ૨૯ અમદાવાદ : રમખાણો અંગે સરકારે હુલ્લડવેરો નાખ્યો એમાં મજૂ રો ઉપર એ બેવડાતો હતો એ અંગે કલેક્ટરને લખ્યું. ૩૦ અમદાવાદ : પોતાના ઉપર મૂકવામાં આવેલા પ્રતિબંધના કારણે પોતે પંજાબ જઈ શકતા નહોતા તેથી તે દૂર કરવા માટે વાઇસરૉયને પત્ર લખ્યો — ‘મારે ત્યાં જવાની જરૂર છે.’

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

સપ્ટેમ્બર-ઓક્ટોબર, ૨૦૧૯ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી શ્રી શ્રી શ્રી શ્રી

318

ઉમેશભાઈ શિ. રાણા, બાઇન્ડિંગ વિભાગ યજ્ઞેશભાઈ જ. ત્રિવેદી, પ્રકાશન વિભાગ બિભાષભાઈ કૃ . રામટેકજી, ઑફસેટ વિભાગ મહે ન્દ્રસિંહ ઝા. ગોહિલ, ઍસ્ટેટ વિભાગ મહે શભાઈ રા. વાળંદ, ફોટોકંપોઝ વિભાગ

• જ. તા. ૦૯–૦૯–૧૯૬૩ • ૧૧–૦૯–’૬૪ • ૨૬–૦૯–’૫૯ • ૦૮–૧૦–’૬૦ • ૧૦–૧૦–’૫૮

[ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


એક લાખથી વધુ વેચાણ ધરાવનાર નવજીવનનાં પ્રકાશનો ગુજરાતી પુસ્તક અનાસક્તિયોગ

લેખક ગાંધીજી

નકલ ૧,૫૯,૦૦૦

સત્યના પ્રયોગો અથવા આત્મકથા

ગાંધીજી

૬,પ૧,૦૦૦

સંક્ષિપ્ત આત્મકથા

સં : ભારતન કુ મારપ્પા

પ,૪૬,૦૦૦

ગાંધીજીનું જીવન એમના જ શબ્દોમાં

ગાંધીજી

૧,૪૪,પ૦૦

ગીતાબોધ

ગાંધીજી

૧,૮૯,૦૦૦

મંગળપ્રભાત

ગાંધીજી

૩,૧૦,૦૦૦

હિં દસ્વરાજ

ગાંધીજી

૩,૯૪,૦૦૦

ગીતાધ્વનિ

ગાંધીજી

૨,૭૦,૦૦૦

આશ્રમ ભજનાવલિ

ત્રણ લાખથી વધુ

ગાંધીબાપુ

કુ દસિયા જ ૈદી (અનુ. જિતેન્દ્ર દેસાઈ)

૯,૨૦,૦૦૦

ગાંધીજી

જુ ગતરામ દવે

૩,૭૮,પ૦૦

आरोग्य की कुंजी

गांधीजी

૨,૨૫,૦૦૦

गांधीजी का जीवन उन्हीं के शब्दों में

गांधीजी

૧,૩૫,૦૦૦

मंगल प्रभात

गांधीजी

૧,૨૪,૦૦૦

रचनात्मक कार्यक्रम

गांधीजी

૧,પ૪,૦૦૦

सत्य के प्रयोग अथवा आत्मकथा

गांधीजी

૬,પ૮,૦૦૦

हिन्दी

हिंद-स्वराज

गांधीजी

૧,૨૦,૦૦૦

गांधीजी की संक्षिप्त आत्मकथा

सं : भारतन कुमारप्पा

૧,૦પ,૦૦૦

सत्याचे प्रयोग अथवा आत्मकथा

गांधीजी

૨,૧૯,૦૦૦

गांधीबापु

कुदसिया जैदी

૩,૩૮,૦૦૦

गांधीकथा

उमाशंकर जोशी

૨,૦૭,૦૦૦

गांधीजी

जुगतराम दवे

૨,૭પ,૦૦૦

बापू माझी आयी

मनुबहेन गांधी

૨,૧૧,૦૦૦

गांधीजीचे जीवन त्यांच्यात शब्दांत

गांधीजी

मराठी

माझी जीवनकथा

૨,૦૨,૦૦૦ ૧,૩૦,૦૦૦

गांधीगंगा

૧,૮પ,૦૦૦ English

૩૧૯

An Autobiography

Gandhiji

૨૦,૮૩,પ૦૦

Abridged Autobiography

Edited by : Bharat Kumarapa

૧,૮૩,૦૦૦

The Story of My Life

Gandhiji

૪,૮૮,૦૦૦

Constructive Programme

Gandhiji

૧,૬૦,૦૦૦

From Yeravda Mandir

Gandhiji

૧,૪૩,૦૦૦

Hind Swaraj

Gandhiji

૧,૫૪,૦૦૦

Key to Health

Gandhiji અન્ય ભાષાઓ

૨,૧૫,૦૦૦

An Autobiography

Telugu

૧,૬પ,૦૦૦

An Autobiography

Tamil

૭,૨૫,પ૦૦

An Autobiography

Kannada

૨,૨૫,૦૦૦

An Autobiography

Malayalam

૮,૧૯,૦૦૦


‘નવજીવન’ના પાને આઝાદીની લડતની હાકલ...

૩૨૦


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.