Navajivanno akshardeh april 2017

Page 1

વર્ષૹ ૦૫ અંકૹ ૦૪ સળંગ અંકૹ ૪૮ • એપ્રિલ ૨૦૧૭

છૂટક કિંમત ઃ _ 15

गांधीजी के जन्म की 100 वीं वर्षगांठ| विश्व-भर के देशों में शांति और सद्भ ‌ ाव और मानवीय सौहार्द के क्षेत्र में उनके योगदान की चर्चा| भावभीनी श्रद्धांजलियां| उनकी आत्मा चलती और बढ़ती जा रही है| लेकिन उनके अपने देश में ही, जैसा कि कार्टूनिस्ट कुट्टी ने यहां दिखाया है, वही पार्टी, जिसे उन्होंने बनाया, बढ़ाया और अंततः जिसने स्वराज्य दिलाया, सत्ता-संघर्ष से टूट-फूट रही है, बिखर रही है| साध्यों के लिए साधनों की बलि दी जा रही है|

[Gandhi in Cartoons / गांधी व्यंग्यचित्र संग्रह માંથી]

ALL THIS IN HIS NAME


વર્ષૹ ૦૫ અંકૹ ૦૪ સળંગ અંકૹ ૪૮ • એપ્રિલ ૨૦૧૭ છૂ ટક કિંમત ઃ _ 15

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

૧. महाभारत : मानवस्वभाव का महाकाव्य નું લોકાર્પણ . . . . . . . . . . . . . . .. . .૧૧૧ ૨. મહાભારત વિશે . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી. . . ૧૧૪

કેતન રૂપેરા

૩. રોજનીશી . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . જુ ગતરામ દવે. . . ૧૧૬

પરામર્શક

૪. અનુબંધ – ૨. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ઇલા ર. ભટ્ટ. . . ૧૨૧

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર ભાષાશુદ્ધિ

૫. Gandhi in Cartoons / गांधी व्यंग्यचित्र संग्रह ૹ   પુસ્તક પરિચય… . . . . . . . . . . . . . . . . . . . . . . જયેશ અધ્યારુ. . . ૧૨૮  ગાંધીજી કહે છે … . . . . . . . . . . . . . . . . . . . . . . વિશાલ શાહ. . . ૧૩૨

અશોક પંડ્યા

 રસાસ્વાદ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . બીરે ન કોઠારી. . . ૧૩૩

આવરણ ૧ ગાંધી-શતાબ્દી વખતે બંગાળી સામયિક ‘દેશ’માં પ્રકાશિત, કુ ટ્ટી (૧૯૨૧-૨૦૧૧)નું એક કાર્ટૂન

૬. કોમી ત્રિકોણ – ૬. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . પ્યારે લાલ. . . ૧૩૬

આવરણ ૪ સત્યાગ્રહાશ્રમૹ કોચરબથી સાબરમતી [નવજીવન, ૨ સપ્ટેમ્બર, ૧૯૨૮] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

૭. ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં. . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૧૪૧

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (3–17)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 3 એ માર્ચ મહિનો અને 17 એ 2017નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૧૧૦


महाभारत : मानवस्वभाव का महाकाव्यનું

લોકાર્પણ

તા. ૧૪ એપ્રિલ, ૨૦૧૭  ને દિવસે નવજીવનના પ્રાંગણમાં ગુણવંત શાહ લિખિત પુસ્તક મહાભારત : માનવસ્વભાવનું મહાકાવ્યના હિન્દી અનુવાદ (महाभारत : मानवस्वभाव का महाकाव्य)નો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ જ દિવસે મુકુલ ટ્રસ્ટ-બારડોલી યોજિત ઉત્તમચંદ શાહ સ્મારક વ્યાખ્યાન માળા અંતર્ગત વક્તવ્ય પણ યોજાયું હતું. મોરારિબાપુની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીવિચાર અને સાહિત્ય સાથે સંકળાયેલા સામાન્યજનથી માંડીને અનેક ગણમાન્ય લોકો પધાર્યા હતા.

નવજીવનના મૅનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ કામમાં વિવેક દેસાઈ દ્વારા ઉત્સાહભેર કાર્યભાર પ્રાસંગિક વક્તવ્ય આપતા સૌને આવકારીને महाभारत : मानवस्वभाव का महाकाव्य ના પ્રકાશનની રૂપરે ખા આપી હતી. અધ્યક્ષ ધીરુભાઈએ વર્ષ ૨૦૧૧માં જિતેન્દ્ર દેસાઈના અવસાન પછી પોતે પ્રમુખપદ સંભાળવાનું થતા, સરદાર પટેલ અને મોરારજી દેસાઈએ જ ે સ્થાન શોભાવ્યું છે એ પદ સ્વીકારમાં અને ગાંધીસાહિત્ય-ગાંધીવિચારના વિશ્વવ્યાપી પ્રચાર માટેના પડકારને ઝીલવાના नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

સંભાળી રહ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે હવે નવજીવન પુસ્તક પ્રકાશનની સાથોસાથ, કર્મકાફે , સત્ય આર્ટ ગૅલરી અને સ્વત્વ ઍથનિક વેર થકી નવી પેઢીને ગાંધીજી સાથે જોડવાના પ્રયાસો કરી રહ્યું છે તેની વિગતો પણ આપી હતી. આ પ્રસંગે તેમણે ગાંધીવિચારના પ્રસારને વધુ સઘન બનાવવાની જાહે રાત પણ કરી હતી. તેમણે કહ્યું કે ગાંધીજીની ૧૫૦મી 111


કરતા તેમણે કહ્યું કે સરદારમાં ‘વ્યવસાયાત્મિકા બુદ્ધિ’ એટલે કે ‘નિશ્ચયાત્મિકા બુદ્ધિ.’ હતી. એમાં કિંતુ-પરં તુ ન હોય. વિકટ પરિસ્થિતિ હોય ત્યારે ‘અગર-મગર’ ડગુમગુ વિચારણા ન ચાલે. એવે વખતે હે મ્લેટવૃત્તિ (ટુ બી ઓર નોટ ટુ બી) ન ચાલે. એક મક્કમ નિર્ણય લઈને એનો અમલ કરવો જ પડે. સરદારમાં આ ‘વ્યવસાયાત્મિકા બુદ્ધિ’ હતી જ ેના કારણે જૂ નાગઢ અને હૈ દરાબાદ સહિત અનેક રજવાડાંનો ભારતમાં સમાવેશ કરી શકાયો. આ અંગે સચોટ અને રસપ્રદ હકીકતો માટે રાજમોહન ગાંધી લિખિત અને નવજીવન પ્રકાશિત સરદાર પટેલ : સમર્પિત જીવન (અંગ્રેજીમાં Patel : A Life) પુસ્તકનો ઉલ્લેખ કરીને સૌને આ પુસ્તક વાંચવા-ખરીદવા ભલામણ કરી હતી. સરદાર અને નેહરુ વચ્ચે સામાન્યપણે પ્રવર્તતી ગેરસમજ નિવારતા તેમણે કહ્યું કે ‘સરદાર અને પંડિતજી વચ્ચે ઘણી બાબતે મતભેદ હતા, પરં તુ બંને બે બાબતે સરખો મત ધરાવતા હતા : એક, દેશના ભાગલા દુ:ખદ હોવા છતાં અનિવાર્ય હતા.

તસવીરોૹ હિમાંશુ પંચાલ અને મિતુલ કજરિયા

જન્મજયંતી(૧૮૬૯-૨૦૧૯) અને નવજીવનની શતાબ્દી(૧૯૧૯-૨૦૧૯), બંને ૨૦૧૯માં આવી રહી છે. આ નિમિત્તે ગુજરાતી સહિતની કુ લ સત્તરે ય ભાષામાં ગાંધીજીની આત્મકથા, જ ેની હાલમાં વેચાણકિંમત ૮૦ રૂપિયા છે, તેનું છૂટક વેચાણ માત્ર રૂપિયા ૫૦માં કરવામાં આવશે. આ ઉપરાંત, નવજીવનની શતાબ્દી નિમિત્તે સરદાર કથા કરવાની નેમ, લેખન-પ્રકાશન વ્યવસાયમાં પ્રૂફરીડિંગ અને કૉપીએડિટિંગની જરૂરિયાત જોતા તે અંગેના અભ્યાસક્રમ શરૂ કરવા અને નવજીવનનાં બધાં પુસ્તકો ઈ-બુક સ્વરૂપે ઉપલબ્ધ કરવાની યોજના (હાલ … પુસ્તકો ઈ-બુક સ્વરૂપે ઉપલબ્ધ છે) પણ આકાર લઈ રહી હોવાનું જણાવ્યું હતું. ગ્રંથ-લોકાર્પણ ઉપરાંત ઉત્તમચંદ શાહ સ્મૃતિ વ્યાખ્યાન નિમિત્તે સરદાર પટેલની કાર્યશૈલી અને મહાભારત વિષયે વક્તવ્ય આપતા ગુણવંત શાહે ગીતાથી શરૂ કરીને હિં દને સ્વતંત્રતા મળી અને એ પછી સર્જાયેલી દારુણ સ્થિતિ સંભારી હતી. ગીતાના ‘વ્યવસાયાત્મિકા બુદ્ધિ’ શબ્દનો ઉલ્લેખ

112

[ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


થયાનો આનંદ વ્યક્ત કર્યો હતો. ધીરુભાઈની—ગાંધીજીની આત્મકથાને માત્ર ૫૦ રૂપિયામાં વેચાણની—જાહે રાતને આવકારવાની સાથે થોડો પૂરક સૂર ઉમેરતા એમ કહ્યું હતું કે, ‘…પણ ગાંધીના પુસ્તક માટે જ ે પણ કિંમત આપવી પડે એ કિંમતે આ દેશ એને સ્વીકારવા તૈયાર થશે ત્યારે દેશ કંઈક જુ દો જ હશે.’ છેલ્લે, ‘પ્રભાવ અને સ્વભાવ, બંને અસાધારણ હોય અને છતાં સાધારણ જીવન જીવે એ વ્યક્તિ ઉત્તમ કહે વાય’ કહી ઉત્તમચંદ શાહનું સ્મરણ કર્યું હતું. તેમણે કહ્યું કે ઉત્તમચંદ એવી વ્યક્તિ હતી કે જ ેમણે ગાંધીજી અને સરદાર પટેલના શબ્દોને જીવનમાં ઉતારીને સતત તેનો પ્રચાર કર્યો. મોરારિબાપુએ ધીરુભાઈની નવજીવનને એક કથા આપવાની વિનંતીનો પણ સહર્ષ સ્વીકાર કર્યો હતો ને એમાં ‘જામવંતોને પૂછીને હનુમાન ઊભા થાય એટલે કે વડીલોના માર્ગદર્શન હે ઠળ યુવાનો’ આ કથાના આયોજનમાં જોડાય ને ગાંધીજીને નખશિખ સમજ્યા હોય એવા વિદ્વાનો રામકથા પહે લાં અડધો કલાક-કલાક ગાંધીજીની વાત કરે ને આ રીતે નવી પેઢી ગાંધીજી સાથે જોડાય એવી લાગણી વ્યક્ત કરી હતી. નવજીવન પરિવારના દર્શિની ઉપાધ્યાયના મુખેથી ઉચ્ચારાયેલી પ્રાર્થના ‘ઈશાવાસ્યમ ઇદમ સર્વમ’થી પ્રારં ભ થયેલા કાર્યક્રમનું સંચાલન સાહિત્યકાર ભાગ્યેશ જહાએ કર્યું હતું. દરે ક વક્તવ્યમાં પૂરક વિગતો ટાંકતા તેમણે આજના સમયની પાંચ ક્રાઇસિસ ઍથિક્સ, એનર્જી, ઍક્સેલન્સ, એજ્યુકેશન અને એન્વાયર્નમેન્ટ માટે અનુક્રમે પાંચ પાંડવોની સજ્જનતાને યાદ કરતા મહાભારતની પ્રસ્તુતતા અંગે પણ વાત કરી હતી.

અને બીજો, ગાંધીજી કહે તોય કૉંગ્રેસનું વિસર્જન દેશહિતમાં નથી. પ્રશ્ન એ થયો કે ભાગલા અંગેનો નિર્ણય ગાંધીજીને ગળે કોણ ઉતારે ? આ કામ સરદારે પોતાને માથે લઈ લીધું. સરદારની કાર્યશૈલી વાસ્તવમાં ગીતાશૈલી કે કૃ ષ્ણશૈલી હતી. એક વાર વિચારપૂર્વક નિર્ણય લેવાય પછી કોઈ અવઢવ નહીં. અનિશ્ચય કે અનિર્ણયના કેદી હોય એવા નેતાઓ સામર્થ્ય ગુમાવીને દેશને ગરીબ રાખે છે. એમણે ગાંધીજીને સમજાવ્યું કે ભાગલા સિવાય છૂટકો નથી. સરદારની વ્યવસાયાત્મિકા બુદ્ધિનો એ વિજય હતો.’ કાર્યક્રમના મુખ્ય વક્તા મોરારિબાપુએ નવરૂપ પામેલા નવજીવનની મુલાકાત લેતા જાણે ‘તલગાજરડાથી તીર્થ કરવા’ આવ્યાની લાગણી અનુભવી હતી. આ દિવસે ડૉ. બાબાસાહે બ આંબેડકરની જન્મતિથિ હોઈ તેમનું સ્મરણ કરીને વક્તવ્ય આગળ ધપાવ્યું હતું. આ પ્રસંગે તેમણે ગુણવંત શાહના આ અગાઉ પ્રકાશિત થયેલા રામાયણ પરના ભાષ્ય માટે ‘માનવતાનું મહાકાવ્ય’ શીર્ષક જાણ્યું ત્યારે આનંદ થયો હતો એ વાત સંભારીને, હવે મહાભારત પરનું ભાષ્ય લખવા જઈ રહ્યા છે ત્યારે તેનું શીર્ષક શું હશે તેની ઇંતેજારી હતી એમ નિખાલસપણે જણાવ્યું હતું. અને જ્યારે જાણ્યું કે મહાભારત પરના ભાષ્યનું મથાળું ‘માનવસ્વભાવનું મહાકાવ્ય’ છે, ત્યારે આના કરતાં બીજુ ં કોઈ મથાળું યોગ્ય ન કહે વાય, તેમ કહી તેનો પણ રાજીપો વ્યક્ત કર્યો હતો. ગુણવંત શાહના મહાભારત પરના આ ગ્રંથને વ્યાસકાર્ય ગણાવતા તેમણે જ ેમાં ‘પ્રાચીન સત્ય છે, અર્વાચીન—આજના કાળને જરૂર પડે એવા ઉપાયો છે, અને ભવિષ્ય માટે જબરદસ્ત માર્ગદર્શન છે’ એવા મહાભારતનું ગાંધીના શબ્દતીર્થમાં લોકાર્પણ 

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

113


મહાભારત વિશે મો. ક. ગાંધી ગાંધીજીના ઘણાખરા વાચનનો સુવર્ણકાળ હતો જ ેલવાસ. ખાસ કરીને ૧૯૨૨માં રાજદ્રોહના કેદી તરીકે યરવડા જ ેલમાં ગાળેલો અંદાજિત બે વર્ષનો જ ેલવાસ (ચોક્કસ ૬૯૭ દિવસ)1. એ અરસામાં તેમણે ૮૮ અંગ્રેજી, ૩૧ ગુજરાતી, છ હિંદી, પાંચ ઉર્દૂ અને બે મરાઠી ગ્રંથો-પુસ્તકો વાંચ્યાં. તેમાંનું એક મહાભારત પણ ખરું . મહાભારતનાં છ હજાર પાનાં એમણે ચાર મહિનામાં પૂરાં કર્યાં. (સંદર્ભ : ગાંધીજીનું સાહિત્ય, રમણ મોદી) એ પછી પ્રસંગ આવ્યે ‘નવજીવન’ના ૧૯૨૪ના ૨૧મી સપ્ટેમ્બરના અંકમાં તેમણે લખેલી નોંધ. …

જ ે પુસ્તકો વિના હં ુ ન જ ચલાવી શક્યો હોત તે હતાં મહાભારત, રામાયણ અને ભાગવત.

ઉપનિષદથી વેદને મૂળમાં જઈને જોવાની ઇચ્છા સતેજ થઈ. એની ઉત્કટ કલ્પનાઓથી પારાવાર આનંદ થયો, અને તેની આધ્યાત્મિકતાથી મારો આત્મા ઠર્યો. છતાં મારે એ પણ કહે વું જોઈએ કે તેમાંના કેટલાંકમાં એવું ઘણું હતું કે જ ે પ્રો. ભાનુની પુષ્કળ ટીકાની મદદ છતાં હં ુ નહીં સમજી શક્યો કે ન તેમાં રસ લઈ શક્યો. જોકે પ્રો. ભાનુએ તો આખું શાંકરભાષ્ય અને બીજાં અનેક ભાષ્યોનો સાર પોતાની ટીકામાં આપી દીધો છે. મહાભારત તો અગાઉ કોઈ વાર વાંચેલું જ હતું—કટકે કટકે કોઈ વાર જોયું હોય તે જુ દી વાત. ઊલટો તેની વિરુદ્ધ પણ મેં મત બાંધી દીધો હતો. એ મત એવો હતો કે મહાભારત એટલે કેવળ લોહીની નદીઓના વર્ણનથી અને ઊંઘ આણે એવાં ટાહે લાંથી ભરે લો ગ્રંથ, જ ે મત ખોટો હતો એમ હવે સિદ્ધ થયું છે. મહાભારતના છ હજાર પાનાંનાં મોટાં થોથાં જોઈને હં ુ ગભરાયો હતો પણ અમુક ભાગ સિવાય એ એટલું બધું મનમોહક થઈ પડ્યું હતું કે એક વાર શરૂ કર્યા પછી તે ગ્રંથ પૂરો કરવાને હં ુ અધીરો થઈ ગયો હતો. ચાર મહિનામાં એ પૂરો કર્યા પછી મને લાગ્યું કે મહાભારતને કાંઈ ઉપમા આપવી હોય તો તે ગણ્યાંગાંઠ્યાં સુંદર જવાહીરોવાળી કોઈ તિજોરીની સાથે ન આપી શકાય, પણ કોઈ અખૂટ ખાણ સાથે જ સરખાવી શકાય કે જ ેને જ ેમ ઊંડે ખોદીએ તેમ તેમ તેમાંથી વધારે કિંમતી જવાહીર નીકળતાં જાય. મહાભારત, મારા મત પ્રમાણે, કોઈ ઇતિહાસ નથી, ઇતિહાસ તરીકે તો હં ુ એને નાંખી દેવા જ ેવો ગ્રંથ ગણું. પણ તેમાં તો રૂપક દ્વારા વિશ્વના સનાતન સત્યની ચર્ચા કરવામાં આવેલી છે. કવિનો આશય પુણ્ય અને પાપ, સત અને અસત, ખુદા અને શેતાનનું સનાતન દ્વંદ્વ વર્ણવવાનો છે, અને તે આશયને અનુકૂળ પડે તેવી રીતે તે ઐતિહાસિક પાત્રો અને ઘટનાઓને ઉઠાવી લઈ તેમને દૈવી અને રાક્ષસી બનાવે છે. એ ગ્રંથ કોઈ મહાનદ જ ેવો છે, જ ે પોતાના મુખ તરફ ધાવન કરતાં અનેક વહે ણોને પોતામાં સમાવે છે, જ ેમાંનાં ઘણાં મેલા પણ છે. એ ગ્રંથ છે એક જ પ્રતિભામાંથી ઉત્પન્ન થયેલી કલ્પના, પણ કાળ જતાં તેના ઉપર એવાં આક્રમણ થયાં છે, અને તેમાં એટલી 1. ૧૮મી માર્ચ, ૧૯૨૨ના રોજ તેમને છ વર્ષની કેદની સજા ફરમાવાઈ હતી, પણ તબિયત બગડતા સજાની મુદત પૂરી થયા પહે લાં પાંચ ફે બ્રુઆરી, ૧૯૨૪ના રોજ જ ેલમુક્ત કરાયા હતા. –સં. 114

[ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


બધી વસ્તુઓ મળી ગઈ છે કે આજ ે હં મેશાં મૂળ કયું અને બહારનું કયું એ કહી શકાવું મુશ્કેલ થઈ પડે છે. ગ્રંથની સમાપ્તિ તો ભવ્ય છે. તેમાં ઐહિક સત્તાની નશ્વરતા દર્શાવવામાં આવેલી છે. ગરીબ ભિખારીને પોતાનો આખરનો કોળીઓ, પોતાનું અલ્પ સર્વસ્વ આપી દેનાર ભિખારીના હૃદયબલિદાનની આગળ અંતનો મહાયજ્ઞ કશો પુણ્યદાયી નથી એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. પુણ્યશાળી પાંડવોના ભાગ્યમાં અતીવ શોક જ બતાવવામાં આવ્યો છે. કર્મવીર કૃ ષ્ણ લાચાર દશામાં મરે છે. અસંખ્ય અને એક એકથી બળિયા યાદવો પોતાના જ સડાને લીધે યાદવી કરીને કૂ તરાને મોતે મરે છે. અજય ગાંડીવધારી અર્જુન લૂંટારાની ટોળીથી જીતાય છે. પાંડવો યુદ્ધને પરિણામે મેળવેલી ગાદી એક બાળકને સોંપીને વાનપ્રસ્થ થાય છે. સ્વર્ગયાત્રા કરતાં એક સિવાય સો યાત્રામાં જ મરે છે, અને ધર્મરાજા યુધિષ્ઠિરને પણ, આપદ્ધર્મ તરીકે જ ે અસત્યનો તેણે આશ્રય લીધેલો તેને માટે નરકની સડેલી દુર્ગંધ ખમવી પડે છે. કારણ આ કાર્યના અટલ નિયમનો અપવાદ વિના સનાતન રીતે અમલ થતો વર્ણવાયો છે. એ ચમત્કારિક કાવ્યને માટે એવો દાવો થાય છે કે તેમાં ઉપયોગી અને સરળ એવું અને જ ે બીજા ગ્રંથમાં મળે એવું કશું છોડી દેવામાં નથી આવ્યું, એ મહાકાવ્ય એ દાવો ઠીક સિદ્ધ કરે છે. (યં. ઇં.માંથી) 

ગંભીરસિંહજીએ ખૂબ મહે નત કરીને બીજા કોઈ લખી ના શકે એવું વિરલ પુસ્તક આપ્યું છે. ડૉ. ધીરુભાઈ ઠાકર (૧૯૧૮–૨૦૧૪), અમદાવાદ આ ગ્રંથ એક ઉત્તમ જીવનચરિત્ર છે. અહીં જ ેટલો ઇતિહાસ છે એટલી જ સાહિત્યિક રજૂ આત છે. નરોત્તમ પલાણ, પોરબંદર ‘ગાંધીજી, પ્રિન્સ રણજી અને ક્રિકેટ’ તથા ‘ગાંધીયુગના સત્યાગ્રહી, શિક્ષક, સંશોધક, સાહિત્યકારૹ રામનારાયણ ના. પાઠક’ લેખો થકી અને કદાચ એ પહે લાંથી પણ ‘नवजीवनનો અક્ષરદેહ’ના વાચકો ગંભીરસિંહ ગોહિલની સાહિત્યિક-સંશોધક-દૃષ્ટિથી વાકેફ હશે. ભાવનગરના મહારાજા કૃ ષ્ણકુ મારસિંહજી વિશેનું આ પુસ્તક તેમની ૧૪ વર્ષની સંશોધન અને મહે નતનો પરિપાક છે. ગુજરાતી સાહિત્ય પરિષદે વર્ષ ૨૦૧૨ની શ્રેષ્ઠ જીવનકથા તરીકે આ પુસ્તકને નવાજ્યું છે તો ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ વર્ષ ૨૦૧૨–૧૩ માટે જીવનકથાનાં પ્રકાશનોમાં આ પુસ્તકને પ્રથમ પારિતોષિક આપ્યું છે. કૃ ષ્ણકુ મારસિંહજી વિશેનાં ૬૦૦ ઉપરાંત પાનાં અને કલર ફોટા સહિત કુ લ ૪૦૦ જ ેટલા ફોટા સમાવતા આ જીવનચરિત્રની અન્ય ઉપલબ્ધિ એ છે કે તેમાંનું એક પ્રકરણ ધો.૮ના પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન પામ્યું છે. લેખકના પોતાના જ રાજવી પ્રકાશને પ્રસિદ્ધ કરે લા આ પુસ્તકના મુખ્ય વિક્રેતા તરીકે નવજીવન છે અને ગુજરાતી પ્રકાશનોમાં ઉત્તમ નમૂના રૂપ ઈ-બુક e-શબ્દ પર ઉપલબ્ધ છે. – સં.

મુખ્ય વિક્રેતા નવજીવન પ્રકાશન મંદિર સરનામું, ઇમેઇલ અને વેબસાઇટ માટે જુ ઓ આવરણ ૨

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

ઈ-બુક માટે સંપર્ક e-શબ્દૹ http://www.e-shabda.com/ Telૹ +91–79–67124222 • Faxૹ +91–79–30487400 Emailૹ Informationૹ info@e-shabda.com Sales: sales@e-shabda.com 115


રોજનીશી

કે ળવણી

જુ ગતરામ દવે ‘રોજનીશી’. નવી પેઢી માટે આ શબ્દ ઓછો જાણીતો હોવાનો સંભવ છે. પણ ડાયરી કે પ્લાનર નામે એ ચલણમાં છે, એટલે એનું મહત્ત્વ તો બરકરાર છે જ. તો ડાયરી કે રોજનીશી કેમ લખવી અને કેવી રીતે લખવી એ થોડી કળા છે, થોડી આંતરિક સૂઝ છે, તે લખતાં થોડુ ં અવલોકન ભળે છે તો થોડો અનુભવ પણ કામે લાગે છે. ગાંધીયુગમાં આ ટેવ જનસામાન્યમાં વિશેષપણે કેળવાઈ હતી અને તેનાં મીઠાં ફળ વ્યક્તિથી લઈને કુ ટુબ ં , સમાજ અને રાષ્ટ્રે મેળવ્યાં હતાં. એ યુગના અગ્રણી રચનાત્મક કાર્યકર અને કેળવણીકાર જુ ગતરામ દવેના પુસ્તક આત્મરચના અથવા આશ્રમીકેળવણીમાંથી રોજનીશી વિશે. …

… સમયપત્રક એ જો આપણું સમયધન કેવી રીતે આપણે ખર્ચવા ધારીએ છીએ તેનું અગાઉથી તૈયાર કરે લું અંદાજપત્ર છે, તો રોજનીશી એ તે ધન આપણે ખરે ખર કેમ ખર્ચ્યું તેનો રોજ સાંજ ે સૂતી વખતે લખેલો વિગત વાર રોજમેળ છે. ભરવાડો જ્યારે બકરાંઓનું મોટુ ં વાઘ લઈને ચારવા નીકળે છે ત્યારે એક જણ મોખરે ચાલે છે અને બીજો એક જણ છેવાડે ચાલે છે. એમ બે રક્ષકોની વચમાં તેઓ પોતાનું આખું વાઘ સાચવે છે અને એકે બકરું ગુમાવતા નથી. આપણે પણ ૮૬૪૦૦ સેકન્ડોનું જંગી ધણ લઈને રોજ ચારવા નીકળીએ છીએ, તેને મોખરે સમયપત્રકરૂપી રક્ષક મૂકીએ છીએ અને છેવાડે રોજનીશીરૂપી. જ ેઓ તેમ નથી કરતા, નથી દિનચર્યાની અગાઉથી યોજના વિચારતા, તેમ નથી વીતેલા દિવસનો રાતે હિસાબ લેતા, તેઓ સેકન્ડોની સેકન્ડો અને કલાકોના કલાકો ખોઈ નાખે છે. ચોવીસમાંથી ચાર કલાક પણ પોતાના હતા એમ તેઓ ભાગ્યે જ ગણાવી શકે છે. આમ વખતનું ઉડાઉપણું રાખવું એ કોઈને પણ પોસાવું ન જોઈએ. આપણને સેવકોને તો તે બિલકુ લ પોસાઈ શકે નહીં. આપણે સેવકો હોઈ આપણી સર્વશક્તિ તેમ જ આપણો સર્વ સમય આપણે તો ભારતમાતાને ચરણે અર્પણ કરી બેઠા છીએ. પોતાની ખાનગી એવી એક પણ ક્ષણ આપણે રાખી નથી. 116

જ ે દિવસો, કલાકો અને પળો આપણી પાસે છે તે આપણી સ્વામિની ભારતમાતાએ આપણે હસ્તક સોંપેલી મૂડી છે. તે તેણે આપણા ઉપર વિશ્વાસ મૂકી તેના હિતને અર્થે વેપારમાં લગાડવા આપણને સોંપી છે. આથી તો આપણી જોખમદારી અનેકગણી વધી પડે છે. આપણને સોંપાયેલાં ધનનો આપણે કેવો વેપાર ખેડવા ધારીએ છીએ તેનું અંદાજપત્ર આપણે માતા પાસે અગાઉથી મંજૂર ન કરાવીએ અને વેપાર ખેડ્યા બાદ તેનું સરવૈયું રજૂ ન કરીએ તો આપણે કેવા અવિશ્વાસુ અને નિમકહરામ સેવકો? અને તે માતાનું સમયધન આપણે આપણા પોતાના મોજશોખ અને આળસમાં ખર્ચીએ તો તો આપણે તેના ચોર જ ઠરીએ ને? હિસાબ રાખવાની ટેવ એ એક ઉમદા ટેવ છે. તેમાંથી જીવનમાં ઝીણવટ આવે છે. પાઈ કે પળ પણ તુચ્છ નથી, ફેં કી દેવા લાયક નથી, તે હિસાબમાં ધરવી જ જોઈએ એવો આગ્રહ જીવનમાં બંધાય છે. સેવક તરીકેના જીવનમાં આપણે ભાગે અનેક જવાબદારીનાં કામો આવે એવો સંભવ છે. જાહે રના પૈસા સાચવવાનું આવે, ખાદીકાર્ય વગેરે કરતા હોઈએ તો તેના હિસાબો રાખવાનું આવે. કામગારો અને વિદ્યાર્થીઓની સંસ્થાઓ ચલાવતા હોઈએ ત્યારે ઘણાના સમયનો સારામાં સારો ઉપયોગ કેમ થાય તે જોવાની જવાબદારી આપણા ઉપર આવી પડે. [ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


જો આજથી આપણે એવો સ્વભાવ પાડીએ નહીં કે પાઈએ પાઈનો હિસાબ મેળવ્યા વિના આપણને ચેન જ પડે નહીં તો આપણે વિશ્વાસપાત્ર કાર્યકર્તા કેમ બની શકશું? ‘એમાં શું થઈ ગયું? આપણે ક્યાં ખાઈ ગયા છીએ? થોડા પાઈ પૈસા કે આના હિસાબમાં વધ્યાઘટ્યા તેમાં નકામી શી ચિંતા કરવી?’ — આવો બેદરકારીભર્યો વિચાર જ ે કાર્યકર્તા કરે એ ગમે તેવો ભલો માણસ હોય તોપણ ભયંકર છે. જાહે રના પૈસાનો વહે વાર કરવાને તે લાયક નથી. તે જ પ્રમાણે ઘણાનો સમય જ ેના હાથમાં છે, તે જો સૌની નાનામાં નાની પળની કિંમત ન સમજ ે અને કોઈની પળ પણ બગડે નહીં એ રીતે કાર્યક્રમો વિચારવાની ચીવટ રાખે નહીં, તો તે બીજાઓને બહુ જ અગવડરૂપ અને અળખામણો થઈ પડ્યા વિના રહે શે નહીં. ધારો કે તેને કાંતણવર્ગ ચલાવવાનો આવ્યો છે. જો એને વખતની કિંમત નહીં હોય તો તે ચીવટ રાખીને વર્ગ માટેનાં સર્વ સાધનો અગાઉથી વિચારી મૂકી તૈયાર રાખશે નહીં. વર્ગનો વખત થયા પછી એકને કહે શે તેલ લઈ આવો, બીજાને કહે શે ચપ્પુ લઈ આવો, ત્રીજાને કહે શે ત્રાજવું લાવો, અને પોતે વળી નોંધવહી ઢૂ ઢં વા દોડશે. તેણે એક પળને જો કિંમતી માની હોત તો પોતાની અને બીજા ઘણાની અનેક પળો બગડેલી જોઈ તેની છાતીએ ઘા વાગત. પણ ઉપર જણાવ્યું એવો જ ેનો સ્વભાવ હોય, ‘એમાં શું થઈ ગયું?’ એ જ જ ેણે જીવનનું સૂત્ર બનાવ્યું હોય તેનો કાંતણવર્ગ કે બીજુ ં કોઈ પણ કામ જીવવાળું કેમ બને? તે વર્ગના વિદ્યાર્થીઓનું માન કેમ જીતી શકે? આવી બેદરકારી આપણામાં ઘર કરે નહીં, આપણને આપણા પોતાના તેમ જ આપણા સાથીઓના સમયની પળેપળ કામે લગાડવાની ચીવટ બંધાય એ માટે રોજનીશી લખવાની ટેવ પાડવી એ બહુ જ ઉપયોગી છે. नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

આપણી બુદ્ધિ આખો દિવસ સચેત હોતી નથી,

તેથી તે આપણને જે તે વખતે સાવધાન કરીને વારતી નથી. એમ કરતાં કરતાં આપણને આમ

વર્તવાનો સ્વભાવ જ પડી જાય છે. બેદરકાર

ખેડૂતની ખેતીમાં નીદામણ ં વધ્યા કરે તેમ

આપણાં જીવનમાં કુ ટેવો અને કુ વર્તનો વધે છે,

અને આપણે સેવકની લાયકાતથી દિવસે દિવસે પડતા જઈએ છીએ!

વળી, રોજનીશીમાં વખતની નોંધ રાખવાનું જ માત્ર છે એમ નથી. તેમાં ઘણું વધારે છે. જ્યારે આપણે દિવસની ધમાલમાં હોઈએ છીએ ત્યારે આપણે પૂરતા જાગૃત ન પણ રહી શકીએ. કોઈ વાર આળસમાં પડીને કે મોજમજામાં આપણે વખત ગુમાવ્યો હોય, કોઈ વાર અંગચોર થઈ આપણે આપણી ફરજમાંથી ચૂક્યા હોઈએ અને સાથીઓનો બોજો વધારી દીધો હોય, કોઈ વાર મિત્રોને મદદરૂપ થઈ શકીએ એમ હોવા છતાં છટક્યા હોઈએ, કોઈ વાર આપણા અયોગ્ય વચનથી કે કૃ ત્યથી બીજાઓનાં દિલ દુભવ્યાં હોય. કામની ધમાલમાં અને પ્રસંગના ઉશ્કેરાટમાં આપણે આવું આવું કેટલુંયે કરી બેસીએ છીએ. એમાં કંઈ ખોટુ ં કર્યું છે એવું તે વખતે આપણને ભાન રહે તું નથી. આપણી બુદ્ધિ આખો દિવસ સચેત હોતી નથી, તેથી તે આપણને જ ે તે વખતે સાવધાન કરીને વારતી નથી. એમ કરતાં કરતાં આપણને આમ વર્તવાનો સ્વભાવ જ પડી જાય છે. બેદરકાર ખેડૂતની ખેતીમાં નીંદામણ વધ્યા કરે તેમ આપણાં જીવનમાં કુ ટવે ો અને કુ વર્તનો વધે છે, અને આપણે સેવકની લાયકાતથી દિવસે દિવસે પડતા જઈએ છીએ! 117


એમ પડતાં આપણને કોણ રોકે? કોઈ શ્રદ્ધેય વ્યક્તિઓ આપણા સદ્ભાગ્યે આસપાસ હોય અને આપણા પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈ તે આપણું ધ્યાન ખેંચે તો બચી જવાનો સંભવ ખરો. પણ જ ેનો સ્વભાવ ખોટો થઈ જાય તેની બુદ્ધિ ઘણી જ વક્ર બની જાય છે. શું આપણને તેવી વ્યક્તિઓની સલાહ લેવા જવાની સન્મતિ સૂઝશે? નહીં જ, ઊલટુ ં આપણું મન તેમને ટાળવાનો જ પ્રયત્ન સદા કરતું રહે શે. કોઈ મિત્ર ટકોર કરવા જાય તો તેની સાથે તો આપણે ઘણું કરીને લડી જ પડવાના! આ હં ુ કોઈ મહાપાપી દુષ્ટ માણસોનું વર્ણન કરી રહ્યો છુ ં એમ લાગે છે? નહીં, નહીં; તે આપણું પોતાનું જ વર્ણન છે. ઓછા વધારે અંશે આપણું સૌનું વર્તન આવું જ હોય છે. આપણામાંથી કોણ કહી શકે તેમ છે કે તે ચોવીસે કલાક જાગૃત રહી પોતાની જાત ઉપર ચોકી રાખે છે? પોતે ચોકી રાખી શકીએ નહીં અને બીજો ટકોર કરે તે સહે વાય નહીં, આવી દયાજનક આપણી સ્થિતિ હોય છે. ધારીએ તો રોજનીશીને આપણે આપણો ચોકીદાર બનાવી શકીએ. રાત્રે પથારી પર બેસી ગંભીરપણે દિવસની દિનચર્યાનું સિંહાવલોકન કરીએ ત્યારે મગજ શાંત હોવાનો સંભવ છે. તે વેળાએ ઉશ્કેરણીનું કારણ હોતું નથી, આપણે શું યોગ્ય કર્યું, શું અયોગ્ય કર્યું, કયો વખત બગાડ્યો, કયો સુધાર્યો, ક્યાં ચડ્યા, ક્યાં પડ્યા, એનો હિસાબ શાંત ચિત્તથી કરવાનો તે ઘણો જ સારો વખત છે.

અને તે વખતે આપણે ક્યાં કોઈ પારકા પાસે હિસાબ આપવાનો છે? પારકા પાસે હોય તો આપણને શરમ લાગે અને સત્ય ચોરવાનું મન થાય, સત્ય પર ઓપ ચડાવવાનો લોભ થાય; પણ આ તો આપણે આપણી પાસેથી જ હિસાબ લેવા બેઠા છીએ. શરમ તો લાગશે, પણ તે શરમ આપણને સત્યચોર ન કરતાં જાગૃત રહે વામાં મદદરૂપ થઈ પડશે. રોજનીશીનું સૌથી મોટુ ં કામ કંઈ હોય તો તે આ જ છે. આ દૃષ્ટિએ લખાતી રોજનીશી એ સામાન્ય નોટબુક નહીં પણ આપણી પોતાની આધ્યાત્મિક છબી જ ેવી હશે, અલબત્ત, જો આપણે રોજનીશી સાથે પ્રામાણિકપણે બધી વાતચીત કરતા હોઈશું તો જ. તેની સાથે પણ સત્યચોર થઈને વર્તીશું તો રોજનીશીનો હે તુ માર્યો જશે, એટલું જ નહીં પણ તે આપણને ઊંડાણમાં પાડવાનું એક નવું સાધન બની જશે. તે લખતી વખતે જો આપણા મનમાં પાપ હોય, આપણે આપણાં પોતાનાં વખાણ જ તેમાં લખતા હોઈએ, બીજાઓની નિંદાથી અને આપણાં પોતાનાં ખોટાં કામોના બચાવથી જ તેનાં પાનાં ચીતરતા હોઈએ તો એ આપણો હિતકારી ચોકીદાર નહીં રહે પણ આપણને કુ છદં માં ફસાવનાર કુ મિત્રની જ ગરજ સારશે. સેવામય જીવનની અભિલાષા ધરાવનારા આપણે રોજનીશીને એ રીતે શા માટે છેતરીશું? પ્રભુ આપણને એટલે નીચે ઊતરતાં બચાવો.

રોજનીશી લખવાની કળા

ગઈકાલે રોજનીશીની સુંદર ટેવ પાડવાની આપણને કેમ જરૂર છે, તે વિશે હં ુ બોલ્યો હતો. તમને ઘણાને તે લખવાનો નિયમ લેવાનું મન થયું હશે. કોઈ તો શુભ કામ શીઘ્ર કરવું એમ વિચારી લખવા બેઠા પણ હશો. 118

એમ જ ેઓ લખવા બેસશે તેમને કેવો અનુભવ થશે? તેમનો હાથ વહે લો વહે લો ચાલશે નહીં. તેમને પ્રશ્ન થશે—‘શું લખવું અને શું ન લખવું?’ ખરે ખર, રોજનીશી લખવી એ એક સરસ કળા છે અને આપણા દેશમાં તે કળા હજુ જોઈએ તેટલી [ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ખીલવા પામી નથી. આપણા મંડળમાં તો ખીલી નથી જ. અહીં અમે પણ રોજનીશીનું મહત્ત્વ સમજવા છતાં તેનો નિયમ પાળવા સુધી પહોંચ્યા નથી. તેથી આજ ે તમારી પાસે તેના વિધવિધ પ્રકારના નમૂનાઓ મૂકવાનું બનતું નથી. ખરી મૂંઝવણ આપણને આપણી પોતાની ચોકી અથવા આત્મનિરીક્ષણ કેમ કરવું એની પડે છે. મૂંઝવણ લખાવટની નથી, પણ પોતે પોતાને ત્રાહિતની જ ેમ કેમ જોતાં આવડે એની જ છે. આમાં એક જ ટેક સાચવવાની જરૂર છે—આપણે સાચા રહે વું, પોતે પોતાની પાસે બનાવટ કરવી નહીં. કોઈ વાંચે તો આપણે માટે ઊંચો ખ્યાલ બાંધે, એવા વિચારથી એક આંકડો પણ પાડવો નહીં. મનના તરં ગો લખવા નહીં, પણ જ ેટલું કરીએ તેટલું જ લખવું. દાખલા તરીકે, સમજો કે તમને બીડીનું છૂપું વ્યસન છે. રોજનીશીમાં તમે તે વ્યસનને ઢગલાબંધ ગાળો દેશો, તેને છોડવા તમે કેવા પ્રયત્નો કરો છો તેનાં કલામય વર્ણનોથી પાનાં ભરશો, પણ બીજી તરફથી છુ પાઈને બીડી પીવાનું તો ચાલુ જ રાખશો. આ રીતે તમારી હલકી વૃત્તિને બેવડુ ં સિંચન મળી જશે. વ્યસન તો ચાલુ જ રહ્યું, અને સાથે રોજનીશી જ ે વાંચે તેની આગળ મોટા પ્રયત્નવાન તરીકેની પ્રતિષ્ઠા પણ મળી! તેથી રોજનીશીમાં તો ત્યારે જ આંકડો પાડવો ઠીક લેખાય, જ્યારે તમે કોઈ ધન્ય પળે બીડી ન જ પીવી એવી ટેક લો. રોજનીશીનું બીજુ ં કામ છે આપણાં રોજનાં કામકાજની નોંધ — આપણે પસાર કરે લા સમયનો હિસાબ. આપણે કાંતેલું સૂતર, આપણે કરે લા બીજા ઉદ્યોગો અને કામકાજ એની ઠીક ઠીક વિગતથી નોંધ રાખવી જોઈએ. કાંતવાની નોંધમાં તારની સંખ્યા તો લખીએ જ, પણ એ પૂરતું નથી. જો આપણે સેવકો અને વિદ્યાર્થીઓ હોઈશું, તો કેવળ नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

આમ, પોતાના કામનો હિસાબ રાખવો એ કોઈ

કોઈને રુ ચતું નથી. ‘શું અમે કામચોર છીએ?

શું અમે કામ કરવું એ જાણતા નથી કે અમારી પાસે હિસાબ માગવામાં આવે છે?’ જાહે ર સેવકે

આવો સ્વભાવ રાખવો ઠીક નથી. તેને ઊલટું

પોતાનો હિસાબ બીજાઓને આપવાનો ઉત્સાહ

હોવો જોઈએ. બીજાઓની ટીકા ખુશમિજાજથી નોતરવી જોઈએ. પોતાની વાત ખરી હોય તો

ધીરજથી સામાને સમજાવવી, નવી સૂચના મળે તે ઉપકાર સાથે સ્વીકારવી, એનો રસ કેળવવો જોઈએ

યાંત્રિક રીતે કાંતતા નહીં હોઈએ. આપણાં મગજમાં રોજ રોજ કંઈ ને કંઈ વિચાર તે કામની સાથે જોડાયેલો હશે જ. ક્યારે ક આપણે ગતિ વધારવાની દૃષ્ટિ રાખીને કાંતતા હોઈશું, ક્યારે ક કસની દૃષ્ટિએ, ક્યારે ક રેં ટિયામાં કંઈક સુધારો કરી તેના ઉપર અખતરો કરતા હોઈશું. આપણી રોજનીશી તે તે વખતે ચાલતા અખતરાઓની ચોકસાઈભરી નોંધ પૂરી પાડે એવી રીતે લખવી જોઈએ. આપણે ખાદીકાર્યકર્તા હોઈએ તો આપણા કામની ઠીક ઠીક વિગતથી નોંધ રાખવી જોઈએ. ક્યાં ગયા, આવ્યા, કેટલું ખર્ચ થયું, કંતામણ, વગેરેના પૈસા ચૂકવ્યા હોય તો કેટલા, કોને મળ્યા, કોને શું શીખવ્યું, આવી નોંધ આપણા કાર્યાલયને આપણે બરાબર કામ કર્યું છે કે નહીં, આપણને પૂરતું કામ છે કે નહીં વગેરેનો સાચો ખ્યાલ આપી શકશે. આમ, પોતાના કામનો હિસાબ રાખવો એ કોઈ કોઈને રુચતું નથી. “શું અમે કામચોર છીએ? શું અમે કામ કરવું એ જાણતા નથી કે અમારી પાસે હિસાબ માગવામાં આવે છે?” જાહે ર સેવકે આવો સ્વભાવ રાખવો ઠીક નથી. તેને ઊલટુ ં પોતાનો હિસાબ બીજાઓને આપવાનો ઉત્સાહ હોવો જોઈએ. 119


બીજાઓની ટીકા ખુશમિજાજથી નોતરવી જોઈએ. પોતાની વાત ખરી હોય તો ધીરજથી સામાને સમજાવવી, નવી સૂચના મળે તે ઉપકાર સાથે સ્વીકારવી, એનો રસ કેળવવો જોઈએ. તે ઉપરાંત આ નોંધ આપણને પોતાને પણ ઓછી ઉપયોગી નથી. દર મહિને, દર ત્રણ મહિને, દર વર્ષે આપણી નોંધ ઉપર નજર ફે રવી જઈશું ત્યારે આપણું આખું કામ ચિત્રપટની જ ેમ આપણી સમક્ષ થઈને પસાર થશે. તે ઉપરથી આપણે આપણી ખામીઓ જોઈ શકીશું, ભવિષ્યની દિશા પણ ઠરાવી શકશું. રોજનીશીનાં આ તો આવશ્યક અંગો થયાં. એ બાબતોની નોંધ એ જ રોજનીશીનો મૂળ હે તુ છે. પણ રસિક લેખકો પોતાની રોજનીશીમાં બીજી પણ સુંદર સુંદર સામગ્રીઓ ભરી શકશે. કામકાજ અંગે નવા સજ્જનોનો પરિચય થયો ત્યારે તેમને વિશેની પોતાની છાપ તેઓ ટૂ કં માં નોંધશે. આસપાસ કંઈક આકર્ષક બનાવ બન્યો હશે તો તે વિષયે બે શબ્દ ટપકાવશે. કોઈ નવું સ્થાન જોશે, કોઈ વૃદ્ધ ગૃહસ્થ પાસેથી જૂ નો કિસ્સો સાંભળશે, કોઈ નવું લોકગીત કે કહે વત કે શબ્દ સાંભળશે તો તે પણ લખી લેશે. કોઈ પુસ્તક વાંચશે તો તેનો સાર કે સમાલોચના લખશે. મેં અગાઉ કહ્યું તેમ રોજનીશી એ તો એક કળા છે, અને કળા તો જ ેમ જ ેમ તેનો મહાવરો વધે તેમ તેમ ખીલતી જાય. લખતાં લખતાં લખવાની સુંદર રીત હાથે ચડી જશે. ઉપર સૂચનાઓ આપી એથી વધારે તેનું ચોકઠુ ં કરી આપવું યોગ્ય નથી. કેટલાક અગાઉથી ચોકઠુ ં બનાવી અમુક ખાનાંઓ પાડે છે અને રોજ તે ખાનાં ભરે છે. એ તો લૂખુંસૂકું પત્રક થયું. તે કંઈ રોજનીશી નહીં કહે વાય. રોજનીશી તો નિત્ય નવી હોય, નિત્ય તાજી હોય. ચોકઠાં તો આપણે જ ેટલાં ભરીએ તે 120

સૌનાં સરખાં જ હોય, પણ રોજનીશીઓ તો સૌની વિવિધ હશે. જ ેમ આપણા સૌના ચહે રા સરખા નથી, અક્ષર સરખા નથી, તેમ આપણી સૌની રોજનીશીઓ પણ એક ચોકઠાંની ન હોઈ શકે. દરે ક લેખક પોતાની કંઈક અનોખી જ પદ્ધતિ ખીલવશે. આપણે સૌ એક વિચારના અને એક કામના જીવો છીએ એ ખરું, છતાં આપણા સૌના જીવનમાં, આપણા સ્વભાવમાં, આપણા રસમાં વિવિધતા કંઈ ઓછી છે? એ વિવિધતાની છબી રોજનીશીમાં ઊઠ્યા વિના કેમ રહે ? આ સાંભળી રોજનીશી લખવાનો સુંદર નિયમ જ ેઓ સ્વીકારે તેમને માટે છેવટની સૂચનાઓ સૂત્રરૂપે આપવી હોય તો તે આ છેૹ ૧. રોજનીશી લખવાનો અમુક વખત નિશ્ચિત કરો (જ ેમ કે સૂતાં પહે લાં), અને તે વખત ન ચૂકવાનો આગ્રહ રાખો. ૨. જ ે કંઈ લખો તે સાચું જ લખો. બીજાને વંચાવવાની દૃષ્ટિએ કશું જ ન લખો. ૩. તારીખ, વખત, કામની વિગત આદિના આંકડા લખો તે ચોકસાઈ કરીને ખરા જ લખો. ૪. જ ે લખો તે બહુ સંક્ષેપમાં લખો. [આત્મરચના અથવા આશ્રમીકેળવણી] 

મારી જીવનકથા લેૹ જુ ગતરામ દવે પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1975માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું બીજુ ં પુનર્મુદ્રણ, વર્ષ 2012 ISBNૹ 978-81-7229-225-6 પેપર બૅક સાઇઝૹ 5.5 "× 8.5" પાનાંૹ 16 + 310 • ૱ 70

[ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


અનુબંધ – ૨

જીવન ષ્ટિ

ઇલા ર. ભટ્ટ એક જ જન્મારામાં બધો વિકાસ કરી નાખવાના ઇરાદે પુરપાટ ઝડપે દોડી રહે લી આપણા જીવનની ‘બુલેટ ટ્રેન’માં કોઈ પાયાની ખામી હોય તો તે કુ દરત સાથેના સંબંધનો અભાવ. નિર્ધારિત સ્થાને પહોંચવા માટે ડબ્બાનું એન્જિન સાથેનું જોડાણ જ ેટલું અનિવાર્ય છે તેટલું જ માણસજાતનું કુ દરત સાથેનું જોડાણ. આ જોડાણ તૂટ ે છે ત્યારે કોઈક કડી ખૂટે છે ને જીવન જોખમાય છે. … કઈ રીતે? જાણીએ ગૂજરાત વિદ્યાપીઠના કુ લપતિ અને મહિલા સ્વરાજપથનાં યાત્રી ઇલા ર. ભટ્ટના અનુબંધ—પરસ્પર સંબંધ, એકબીજાથી જુ દું ન પડાય એવો સંબંધ—વિશેના તેમના અનુભવજન્ય ચિંતનમાંથી. …

સ્થાનિક સમુદાય સ્તરે અન્ન સ્વાવલંબન ગતાંકથી ચાલુ …

મેં જોયું છે કે વરસાદી ખેતી પર નભતા ખેડૂતે, જ ૈવવૈવિધ્ય (બાયૉડાયવર્સિટી) ને કારણે તેનું પાક

અનાજ ઉગાડવામાં વૈવિધ્ય રાખવાનું છે. ઓછા વરસાદમાં પાકે તેવા તેમ જ વધારે વરસાદમાં પાકે તેવા અનાજની વાવણી કરવાની છે એવી આશાએ કે ઓછો વરસાદ છતાં તે કંઈક પાક લઈ શકશે અને તેનું કુ ટુબ ં ભૂખમરો નહીં વેઠ.ે

અનુબંધ લેખકૹ ઇલા ર. ભટ્ટ • અનુ.ૹ રક્ષા મ. વ્યાસ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2017 પેપર બૅક સાઇઝૹ 5.5 × 8.5, પાનાંૹ 152, ૱ 150 ISBN 978-81-7229-719-0

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

અંગેનું જોખમ ઘટી જાય અને અસામાન્ય સંજોગોમાં પણ ખોરાકની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય. ખેતીનાં અને ઉત્પાદનનાં આવાં ટકાઉ સ્વરૂપો, કહે વાતા અન્ય ‘અવિકસિત’ દેશોમાં પણ ખપમાં લેવાય છે; જોકે આજ ે તેને ‘પછાત’, ‘બિનકાર્યક્ષમ’ અને ‘બિનઉપયોગી’ ગણીને અવગણવામાં આવે છે. તેમના હિસ્સાની જમીનોને સાવ નાની ગણીને, તેમની ખેતીપદ્ધતિને તદ્દન બિનકાર્યક્ષમ ગણીને, તેમની ઊપજને સાવ નાની ગણીને તેમ જ તેમનાં સ્થાનિક જમીનો અને પાક વિશેના વિશાળ જ્ઞાનને સાવ સામાન્ય યા અર્થહીન ગણી લેવામાં આવે છે. આ સંજોગોમાં રોકડિયા બજારવ્યવસ્થામાં એક સામાન્ય ખેડૂતને જીવનનિર્વાહની શી આશા રહે ! જ્યાં અનાજ એ માત્ર બજારુ ચીજ હોય અને જ્યાં બજારનાં પરિબળો એટલાં બહોળાં અને એટલાં દૂર દૂર અને અણદીઠાં હોય ત્યાં ગામના નાના ખેડૂતને ભાવિની શી આશા રહે ?! પરં પરાગત જ્ઞાનનું ધોવાણ થઈ રહ્યું છે પરિણામે ખેડૂતવર્ગ વધુ ને વધુ પ્રમાણમાં લાચાર બનતો જાય છે. 121


ટોલબર્ગ, સ્વિડનમાં ભરાયેલી એક પરિષદમાં

ઘાનાના બે ખેડૂતોના એક નિવેદનથી હું અંચબામાં પડી ગઈ હતી. કહોને મને ધ્રાસ્કો પડ્યો. તેમણે

કહ્યું, ‘‘જે ખોરાક અમે પેદા કરીએ છીએ તે અમે

ખાતા નથી. જે ખોરાક ખાઈએ છીએ તે અમે પેદા કરતા નથી.’’ સાચે જ, દુનિયાભરના ખેડૂતો વધુ

ને વધુ પ્રમાણમાં રોકડિયો પાક લે છે કે જે દૂરના દેશોમાં નિકાસ કરી શકાય. જ્યારે તેમનો પોતાનો

રોજિંદો ખોરાક શીતાગારમાંથી આવે છે યા બીજા દૂરના વિસ્તારોમાંથી ડબ્બાબંધી સાથે આવે છે

ઔદ્યોગિક ખેતી, મોટા કદનાં અર્થતંત્ર અને વિપુલ પાકને વિશ્વના ભૂખમરાની નાબૂદીનો ઇલાજ ગણવામાં આવે છે. પણ એ તો ઘેરાયેલાં છે પ્રદૂષણ અને જંતુનાશક દવાઓ, વાહનવ્યવહારના ખર્ચબોજ, અતિ ઉત્પાદન થતાં બગાડ જ ેવી સમસ્યાઓથી, તો તેનું શું?! મોટા પાયા પર પાક નિષ્ફળ જાય અને ખેતપેદાશની કિંમતના ભાવ આસમાને ચઢે, વળી ખોરાકની ગુણવત્તા ઘટતી હોવાની ખાનારની ફરિયાદ, આ સર્વ પ્રશ્નોનો શો ઉપાય? ટોલબર્ગ, સ્વિડનમાં ભરાયેલી એક પરિષદમાં ઘાનાના બે ખેડૂતોના એક નિવેદનથી હં ુ અંચબામાં પડી ગઈ હતી. કહોને મને ધ્રાસ્કો પડ્યો. તેમણે કહ્યું, “જ ે ખોરાક અમે પેદા કરીએ છીએ તે અમે ખાતા નથી. જ ે ખોરાક ખાઈએ છીએ તે અમે પેદા કરતા નથી.” સાચે જ, દુનિયાભરના ખેડૂતો વધુ ને વધુ પ્રમાણમાં રોકડિયો પાક લે છે કે જ ે દૂરના દેશોમાં નિકાસ કરી શકાય. જ્યારે તેમનો પોતાનો રોજિંદો ખોરાક શીતાગારમાંથી આવે છે યા બીજા દૂરના વિસ્તારોમાંથી ડબ્બાબંધી સાથે આવે છે. આપણે જ ે ખોરાક ખાઈએ છીએ તે ક્યાંક બીજ ે ઊગે છે, એથી દૂર વળી ક્યાંક બીજી અજાણ 122

જગાએ તેના પર વિવિધ પ્રક્રિયા થાય છે. આ બંને સ્થાનો એકમેકથી અજાણ છે તેમ જ એને ખાનાર છેલ્લે તો સાવ અજાણ. એને તો જાણે માત્ર લેબલ, બ્રાન્ડ જોઈએ. આપણે વાપરીએ છીએ તે પાણી, દૂધ, અનાજ, ફળો અને શાકભાજી દૂર દૂરનાં સ્થાનોએથી લાવવામાં આવે છે. આપણી નાસ્તાની વાનગીઓ સ્થાનિક બનાવટ હોતી નથી કે નથી તો તે સ્થાનિક સ્તરે ઉગાડાતી, શેકાતી, આથવણ પામતી કે ફણગાવાતી. આપણો મોટા ભાગનો ખોરાક દૂરની ઔદ્યોગિક વસાહતોમાં આખરી રૂપ પામે છે, તેનું પૅકિંગ થતાં તેનું ઉત્પાદન કરનાર લોકોની ઓળખ ભૂંસાઈ જાય છે અને તેની સ્થાનિક જમીનની સુગંધ પણ નાશ પામે છે. ખેતરો અને ઘરના વાડામાં ઊગતી પેદાશો ખેડૂત પરિવારને કે સ્થાનિક સમુદાયોને પૂરી પડતી નથી. આ દુનિયાના આજ ે એવા હાલ છે. આખી દુનિયાની જ ેમ ભારતમાં પણ ખેતીનું જનીનવૈવિધ્ય ઝડપથી ઘસાઈ રહ્યું છે. ખેતીની સતત થતી પડતીને લીધે ખેડૂત પરિવારો, ગામો અને પૂરી સંસ્કૃતિઓ પણ પડતીની દિશામાં જઈ રહ્યાં છે અને આપણે તે જોઈ રહ્યા છીએ! આમ કેમ બન્યું? અનાજ પેદા કરતા ખેડૂતો અને ખેતમજૂ રો ભૂખમરો વેઠ ે છે. ખેડૂતોને કેમ દુનિયાભરની ભારે ગરીબી વેઠવી પડે છે? વૈશ્વિક ગરીબીમાં ખેડૂત અને ખેતમજૂ રોની સંખ્યા મોખરે છે, આજ ે દુનિયાભરની અનાજવિતરણ વ્યવસ્થા એવી ગૂંચવણભરે લી બની રહી છે જ ે સામાન્ય સમજને પડકારે છે. ખોરાક અને ખોરાકના ઉત્પાદકો અંગેનાં આપણાં વલણોમાં મૂળભૂત રીતે જ કશુંક ખોટુ ં છે એવું મને લાગે છે. ખોરાકમાત્ર કૉમોડિટી કે બજારુ ચીજ નથી. ખોરાક આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ — બેઉ છે, જીવન અને આજીવિકાનો તે આધાર છે. ખોરાકને વ્યાપારની એક વસ્તુ સમજી શકાય નહીં. [ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


આપણે સૌએ જીવનની ગુણવત્તાને અને ખેડૂત સમુદાયની આજીવિકાને રક્ષવી પડશે. આપણે જ ે જમીનમાં ખેતી કરીએ છીએ તે જમીનને વધુ ફળદ્રુપ બનાવવાની છે. સ્થાનિક ઉત્પાદન અને ખોરાકની વપરાશ વચ્ચેનું વધતું જતું અંતર ઘટાડવું પડશે. અગાઉથી ચાલી આવતી બેઉ વચ્ચેની સીધી કડીને પુનર્જીવિત કરવી પડશે. ખેતઉત્પાદનના રાષ્ટ્રીય કક્ષાએ સ્વાવલંબનને બદલે સ્થાનિક સામુદાયિક સ્વાવલંબન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એવું મારું માનવું છે. ખાદી, પંચાયત અને ટ્રસ્ટીશિપ દ્વારા ગાંધીજીનો પ્રયત્ન પરદેશી સત્તાનું માળખું તોડીને ગરીબ ભારતની નક્કર વાસ્તવિકતાઓ પ્રત્યે ધ્યાન દોરવાનો હતો. ગાંધીની વિદ્ધત્તા એ હતી કે તેઓ ભારતની નાની, સ્થાનિક, લોકશાહીય અને ગતિશીલ મૌલિક સંસ્થાઓને સમજ્યા હતા. [પરં તુ] સ્વતંત્રતા મેળવ્યા છતાં આપણે કેન્દ્રિતકૃત સંચાલન, બાબુશાહી (બ્યૂરોક્રસી) જ ેવી સાંસ્થાનિક નીતિઓ ચાલુ રાખી, જ ે ક્યારે ય લોકાભિમુખ નહોતી. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનાં માળખાં નબળાં પડ્યાં. વૈશ્વિકીકરણ સાથે સ્થાનિક ઘટકો વધુ ને

વધુ બિનઅગત્યના બનાવતા ગયા. ખચીત, સ્થાનિક લોકોએ પોતે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. જુ દા જુ દા ફે રફારોની પોતાના રોજિંદા જીવન પર સીધી અસર શું થાય તે સમજવાનો સમય આવી ગયો છે. પરિવર્તન લોકોમાંથી જ આવે ત્યારે એ સાચું. તેને ઉપરથી ટપકાવી શકાય નહીં, તેની આયાત ન કરી શકાય અને તેને ઉપરથી માથે લાદી પણ ન શકાય. લોકો અને સમુદાયો આ માટે પોતાની નોખી પદ્ધતિઓ ગોઠવે તો જ ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ થાય. મિલકતો અને માલિકીનું નવેસરથી ઘડતર થાય. ક્ષમતાઓ વધારે , સામાજિક સલામતી પૂરી પાડે. જ્યારે લોકો અને સમુદાયો સંગઠિત રીતે પોતાને લાયક માળખાં રચે ત્યારે કોઈ ફે રફાર આવે. એવાં માળખાં કે જ ેમાં ઉત્પાદન અને વિતરણ સ્થાનિક સ્તરે હોય જ ે અવનવી નાનીમોટી માલિકીની એસેટ — અસ્ક્યામત ઊભી કરે , તેને નભાવવાની શક્તિ અને કુ નેહ લોકસ્તરે પ્રાપ્ત કરે , પૂર્ણ લોકભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવે અને તેમનો અવાજ સંભળાય કે અમારી દુનિયા સંવર્ધન પામતી ગતિશીલ છે.

પર્યાવરણની જાળવણી અને વિકાસનો અનુબંધ

એ માટે આપણે જ ેને ‘વિકાસ’ કહીએ છીએ તે અંગેની દૃષ્ટિ બદલવી જરૂરી છે. આ શબ્દ વાપરતાં હં ુ ખચકાઉં છુ .ં આપણે તો તેને વિકાસ તરીકે ઓળખીએ છીએ જ ે અસરકારક હોય, વધુ દૃઢ અભિગમ ધરાવતો હોય અને સૌથી વિશેષ તો તેના કેન્દ્રમાં માનવ હોવો જોઈએ. વ્યક્તિનો વિકાસ ભૌતિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક — એમ જીવનનાં તમામ ક્ષેત્રોમાં થવો જરૂરી છે, પરં તુ તેમાં પૂરા વ્યાપક પરિવારનો સમાવેશ ન થાય ત્યાં સુધી વ્યક્તિનો વિકાસ અધૂરો છે. જ્યારે नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

સમુદાય સમૃદ્ધ થાય છે ત્યારે ખોરાક, નિવાસ અને કપડાંની જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ, સ્વાસ્થ્ય અને બૅંકિંગ જ ેવી અનિવાર્ય સેવાઓ સ્થાનિક સ્તરે પ્રાપ્ત થાય, જ્યારે દરે કનો અવાજ સમાન વજન ધરાવે, પરસ્પરની માન્યતાઓ, શ્રદ્ધા અને જીવનશૈલી પ્રત્યે સન્માન હોય ત્યારે જ સમાજ સમૃદ્ધ બને છે. વળી એ ન ભૂલીએ કે આપણો સમુદાય સ્થાનિક અને વૈશ્વિક — બંને છે. અંતે તેમાં પ્રકૃતિનો પણ સમાવેશ થાય છે. પર્યાવરણનો વિકાસ એટલે વનસ્પતિજગત 123


અને પ્રાણીજગતનું સન્માન તેમ જ પ્રકૃતિ સાથે સમતુલાભર્યું જીવન. વિકાસ અસરકારક ત્યારે હોય જ્યારે આ બધાં પાસાં પૂરેપૂરાં પરસ્પરાવલંબી અને પરસ્પર સાથે સંબંધ ધરાવતાં હોય. વિકાસ એ કોઈ કાર્યક્રમ કે એક પ્રોજ ેક્ટ કે સ્કીમ નથી. અમુક સંસ્થાઓ કે પદ્ધતિઓ ઊભી કરી દેવી તે વિકાસ નથી, એટલે માત્ર આર્થિક વિકાસ પણ નહીં. અંતે તો સાચા વિકાસે વ્યક્તિ, સમાજ અને પર્યાવરણ વચ્ચે સૃષ્ટિ સંતુલન સ્થાપવાનું કામ કરવાનું છે. આ સમતુલા તૂટ ે છે ત્યારે વ્યક્તિ, સમાજ અને પર્યાવરણના દરે ક તબક્કે આપણને ગરીબી અને શોષણ જોવા મળે છે. આપણે ધારી શકીએ કે જ્યાં ગરીબી છે ત્યાં વર્ગ, જ્ઞાતિ, રં ગ, ધર્મ, જાતિ યા ભાષા પર આધારિત ભેદભાવ છે, આપણે ધારી શકીએ કે ત્યાં સમુદાયમાં, પરિવારમાં, કામકાજના સ્થળે અને પર્યાવરણમાં ભય અને ડર છે. આપણે માની શકીએ કે ત્યાં શ્રેણીબદ્ધ સત્તાનું માળખું છે. જ્યાં એક વ્યક્તિ બીજાને ભોગે સમૃદ્ધ બને છે.

સમાજમાં વ્યક્તિગત સંબંધોમાં તેમ જ અન્યત્ર, એક વ્યક્તિ બીજાઓ પર પ્રભુત્વ ધરાવે છે. મારા મતે ગાંધીજીનો અહિં સાનો સંદેશ એ ગરીબીનિવારણનો સંદેશ હતો; કારણ, ગરીબી એ બીજુ ં કંઈ જ નથી પણ સમાજની સંમતિ સાથે થતી જતી પ્રચલિત હિં સા છે. આ હિં સામાં આપણે જ ે ભૂમિકા ભજવીએ છીએ તેની જવાબદારી સ્વીકારવાનો આ સમય છે. આપણી જાતને વિશ્વનો અંતર્ગત ભાગ ગણીએ અને એ જ રીતે વિશ્વ પણ આપણો અનિવાર્ય ભાગ છે તે સમજીએ. આપણે એકબીજા સાથે અને આપણી આસપાસના વિશ્વ સાથે જોડાયેલા છીએ. કેટલાંક બંધનો જોઈ શકાય તેવાં છે અને બીજાં કેટલાંક જોઈ શકાતાં નથી. પરં તુ આપણે જરા નજીકથી જોઈએ તો આપણા જીવનની સાથે સંકળાયેલી પ્રકૃતિ તો ત્યાં તરત દેખી શકાશે. વિશ્વમાં આપણું સ્થાન ક્યાં છે તે અંગે જાગ્રત થવાનું સૌથી વધુ અગત્યનું છે, જ ેને હં ુ અનુબંધ કહં ુ છુ .ં

વૈશ્વિકીકરણની ઉત્તેજના ક્યાંય ઘાતક ન નીવડે !

વૈશ્વિકીકરણ ઉત્તેજક છે, ઇન્ટરનેટ ઉત્તેજક છે અને વિશ્વમાંથી કશું પણ ખરીદવા કે વાંચવા કે જાણવા કે જોવા માટે આપણે માત્ર એક ક્લિક જ ેટલા જ દૂર હોઈએ છીએ. નવી અને આશ્ચર્યજનક બાબતોની આ પ્રબળ ઉત્તેજનાએ આપણી સમક્ષ કે આપણી પછવાડે શું છે તે સમજવાની જાગૃતિને બુઠ્ઠી બનાવી દીધી છે. છેલ્લા દસકાઓથી જોવા મળે છે કે સ્થાનિક બાબતો અંગેની આપણી નિસબત ક્રમશ: ઘટી રહી છે. વૈશ્વિકીકરણ એ કંઈ નવી ઘટના નથી. તેનો લાંબો અને પ્રાચીન ઇતિહાસ છે. પણ આજ ે તેમાં જ ે નવીનતા છે તે તેની પહોંચ અને કાર્યક્ષેત્ર. વૈશ્વિક પરિબળો બહુ દૂર અને ઘણે ઊંડે સુધી 124

ફે લાયેલાં છે. તાજ ેતરનાં વર્ષોમાં તે ઘણી ઝડપથી ફે લાયાં છે જ ેથી આપણી પેદાશ અને વપરાશની શૈલીઓ અસમતોલ બનતી જાય છે. ઉત્પાદક વધુ ને વધુ દૂર હોય છે તેમ જ ગ્રાહક સાથે તેનો કોઈ સંપર્ક હોતો નથી. ગરીબ ખેડૂત જ ે પેદા કરે છે તેની તેઓ પોતે વપરાશ કરે તેવુંય બનતું નથી. આપણે વાપરીએ છીએ તે ખોરાક, કપડાં અને પાણી કેટલે દૂરથી આવે છે તે આપણે જાણતા નથી. આ ફે રફારો કંઈ રાતોરાત થયા નથી. ગ્રાહકો તરીકે આપણે જ તેની પસંદગી કરી છે. નવી નવી વસ્તુઓ વાપરવાની કુ તહ ૂ લવૃત્તિ તેમ જ (જાહે રાતોથી દોરવાઈને) તે ચીજો ખરીદવામાં, વાપરવામાં સમાજમાં આપણે જાણે તવંગર છીએ તેવી છાપ [ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


પાડવા અથવા ક્યાંક વસ્તુઓની ગુણવત્તા પણ પસંદગી માટે કારણરૂપ હોઈ શકે. કોઈ એમ કહી શકે કે તેમાં બજારનાં પરિબળો કામ કરે છે તો તે માન્ય રાખીએ. છતાં હકીકત છે કે બજારના આ ફે રફારો આપણી જ પસંદગીનાં આપણા જ નિર્ણયોનાં પરિણામો છે. આથી આપણે જ આપણી પસંદગીનાં પરિણામોનો વિચાર કરવો આજ ે જરૂરી લાગે છે અને તેની યોગ્યતા નક્કી કરવાની છે. આપણી આવી પસંદગીને કારણે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોને લાભ થાય છે અને કોને નુકસાન થાય છે તે અંગે સભાન થવાની જરૂર છે. આપણાં કાર્યોનાં પરિણામોના આપણે સાક્ષી બનવાનું હોય તો આપણે તેની જવાબદારી આમ સહે લાઈથી ખંખેરી નહીં નાખીએ કે માણસજાતની બાદબાકી નહીં કરી દઈએ. લોકોને આકસ્મિક ગણીને સહજતાથી બાજુ પર મૂકી દઈ શકાય નહીં. તેમણે જ ે પ્રાસંગિકતા ગુમાવી છે તેની આપણા ઉપર અસર થઈ છે. ઉત્પાદક અને ગ્રાહક, ઉત્પાદક અને કાચો માલ, શાસક અને શાસિતો આ ત્રણેય જો પરસ્પરની નજીક હશે તો અન્યોન્યની

જવાબદારી પણ દેખીતી હશે, સ્થાનિક સ્તરે જંગલો વાઢી નાંખવાં, કે નદીને પ્રદૂષિત કરવી યા કામદારોનું ભારોભાર શોષણ કરવું તે છેવટે સહે લું તો નથી. ત્યારે મારું કહે વું એ છે કે ઉત્પાદક અને ભોક્તા જ ેટલા નજીક, ઉત્પાદક અને કાચા માલ વચ્ચેનું અંતર જ ેટલું ઓછુ ,ં તેમ જ શાસન અને શાસિત વચ્ચેનું અંતર જ ેટલું પાસપાસે, તેટલી અન્યોન્ય જવાબદારી વધુ સ્પષ્ટ અને સરળ. પ્રદૂષણ યા જંગલો કપાતાં હોય કે શોષણ જ ે આપણી નજર સામે નથી અને જ ે દૂરના દેશોમાં ચાલે છે, તે આપણાથી અમૂર્ત રહે છે અને આપણને તેનો વિચાર સરખો પણ આવતો નથી. આપણે જ ે સમુદાયમાં જીવીએ છીએ તેની સુખાકારીના સાક્ષી બનવું અને વળી તે સુખ પેદા કરવામાં આપણે પણ નિમિત્ત છીએ એમ જાણવું તે પણ ભારે આનંદની વાત નથી શું? તો એ આપણે કેમ ભૂલી જઈએ છીએ?! આપણે આપણાં કાર્યોને ધ્યાનમાં લઈએ, આપણને ગમતાં પરિવર્તનોને કામ કરતાં જોઈએ અને અનુબંધની શૈલીથી વિચારીએ.

૧૦૦ માઈલનો સંબંધ

જીવનની પાયાની જરૂરિયાત ત્રણ — ખોરાક, કપડાં અને મકાન હોય છે, જ ે તમામ માનવોના જીવન માટે આવશ્યક હોય છે. વિશેષમાં હં ુ પાયાની ત્રણ સેવાઓ — પ્રાથમિક સ્વાસ્થ્ય, પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક નાણાકીય સેવાઓને આપણી ભૂમિ પરની પ્રત્યેક વ્યક્તિનાં સમૃદ્ધિ-કલ્યાણ માટે અનિવાર્ય ગણું છુ .ં હં ુ માનું છુ ં કે આ છ પાયાની જરૂરિયાતો સ્થાનિક કક્ષાએ સંતોષાય તો આપણે લોકોના સમુદાયનો, તેમના પર્યાવરણનો સર્વથા વિકાસ સાધી શકીએ. દૂર દૂરના પ્રદેશોમાં જંગલો વઢાય કે નદીઓ પ્રદૂષિત થાય કે મજૂ રોનું સતત શોષણ नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

થાય તો તેની આપણને કોઈ પરવા નથી, તે અદીઠ અને અમૂર્ત જ રહે છે. વિચાર પણ નથી આવતો. તેથી કરીને તેની આપણા પર પડતી માઠી અસરને આપણે સમજી શકતા નથી. જ ે દેશોમાં ભૂખમરો, અલ્પપોષણ, સામૂહિક હિજરત, યા ફરજિયાત સ્થળાંતર, બેરોજગારી, નિરક્ષરતા કે ગરીબી છે ત્યાં આ છ પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તે અગત્યનું છે. પરં તુ તેનાથીયે અધિક અગત્યની વાત એ છે કે આ છ જરૂરિયાતો સ્થાનિક કક્ષાએ સંતોષાતી હોય. ‘સેવા’ સંસ્થા સાથેના મારા અનુભવો પરથી હં ુ 125


૧૦૦ માઈલનો સંબંધ એક જાતનું માનવમાપ છે કે

જ્યાં આપણો અવાજ સંભળાય, આપણી

સમસ્યાઓનો ઉકેલ આવે. લોકો, ઉત્પાદનો,

સમાચારો અને �ાન આ નિશ્ચિત વિસ્તારમાં

સરળતાથી ફે લાઈ શકે, પ્રસરી શકે. તેનાથી એક ખાસ સામાજિક મૂડી બંધાય છે. એથી ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચેનું અને તેની સાથોસાથ ઉત્પાદકો

અને સ્થાનિક પ્રાકૃ તિક સાધનસંપત્તિ વચ્ચેનું અંતર ઘટે છે

સારી રીતે સમજી છુ ં કે આ દેશમાં પાયાની છ જરૂરિયાતો આપણા ૧૦૦ માઈલના વિસ્તારમાંથી સંતોષાવી જોઈએ. ૧૦૦ માઈલનો શબ્દશઃ આંકડો લેવો જરૂરી નથી. અગત્યનું એ છે કે આ અંતર લોકસમુદાયની પહોંચમાં હોય. ૧૦૦ માઈલ એ લગભગ એવું અંતર છે જ્યાં જમીન, લોકો, આબોહવા અને બજાર જ ેવાથી સૌ પરિચિત હોય. જ્યાં ગામલોકોની ભાવના જોડાયેલી હોય અને જ ે વિસ્તારમાં ચાલીને, સાઇકલ દ્વારા કે અન્ય કોઈ વાહન દ્વારા પહોંચી શકાય. સવારે ઘેરથી નીકળેલો માણસ સાંજ પડે પોતાને ઘેર પાછો આવી જાય. ૧૦૦ માઈલનો સંબંધ એક જાતનું માનવમાપ છે કે જ્યાં આપણો અવાજ સંભળાય, આપણી સમસ્યાઓનો ઉકેલ આવે. લોકો, ઉત્પાદનો, સમાચારો અને જ્ઞાન આ નિશ્ચિત વિસ્તારમાં સરળતાથી ફે લાઈ શકે, પ્રસરી શકે. તેનાથી એક ખાસ સામાજિક મૂડી બંધાય છે. એથી ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચેનું અને તેની સાથોસાથ ઉત્પાદકો અને સ્થાનિક પ્રાકૃતિક સાધનસંપત્તિ વચ્ચેનું અંતર ઘટે છે. આ અંતર જ ેમ ઓછુ ં તેમ આપણે એકબીજા પ્રત્યે વધુ જવાબદાર બનીશું. સહકારી સાહસો 126

વધુ સક્ષમ હશે. બૅંકિંગ, સ્વાસ્થ્ય અને શિક્ષણસેવાઓ જ ેવી પ્રાથમિક સેવાઓ પૂરી પાડવાનું વધુ સરળ હશે. એથી મૂળભૂત રીતે જીવનની ગુણવત્તા સુધરશે. ૧૦૦ માઈલના સંબંધમાં વિકેન્દ્રીકરણ, સ્થાનિકતા, કદ અને સંખ્યા તેમ જ ભરણપોષણની બાબતો સ્વાભાવિકપણે પરસ્પર વણાઈ ગઈ હશે. અર્થશાસ્ત્રની શાસ્ત્રીય દલીલો જ ેવી કે ‘ઇકૉનૉમીઝ ઑફ સ્કેલ’ (મોટા જથ્થામાં કરે લું ઉત્પાદન આર્થિક રીતે સસ્તું પડે) અને ઉપભોક્તાની પસંદગીની અગ્રિમતા ‘કન્ઝ્યુમર પ્રેફરન્સ’ ભલે સાચી હોય પણ તેમાં પ્રજાનો કે પર્યાવરણનો સમગ્રપણે, અનુબંધિત રીતે વિચાર થયો નથી. વિશ્વબજારનાં પરિબળોની સાથે સારામાઠા દિવસોમાં સ્થાનિક વિકલ્પો લોકોના હાથમાં મૂકવાનું આર્થિક મુદ્દે દલીલો કરવાવાળા દ્વારા વિચારાયું હોતું નથી. જ્યારે બજારમાં ખાદ્ય ચીજોની કિંમત વધી હોય ત્યારે વાડામાં શાકભાજી અને અનાજ ઉગાડતા પરિવારોને ભૂખમરો નહીં વેઠવો પડે, વરસાદી પાણીનો ઘરના કે ગામની ટાંકીમાં સંગ્રહ કરનાર પરિવાર પાણીની અછતનો સામનો કરવા સજ્જ હશે. વીજળી શક્તિની તંગી ઊભી થાય ત્યારે સૌરઊર્જાના દીવા વાપરનાર પરિવાર ટકી શકશે. વારં વાર અછત કે તંગીની સ્થિતિ ઊભી થતી હોય ત્યાં સ્વાવલંબન અને સ્થાનિક સંગ્રહ એક સારો વિકલ્પ પૂરો પાડે છે તેવો મારો ‘સેવા’નો અનુભવ   છ.ે જોખમ, એ ગરીબો માટે, ખાસ કરીને ખેતી કરતા સમુદાયોમાં સતત ચિંતાની બાબત હોય છે. રોકડિયા પાક પરનો આધાર જ ેવા કે કપાસ, એરં ડા કે ગુજરાતમાં જીરુંના પાકથી આવકો વધે છે પણ તેની કિંમતો ઘટે ત્યારે જોખમ ઘટતું નથી, ગરીબની લાચારી ઘટતી નથી; જોકે ખાદ્ય પાકની નિષ્ફળતા પૂરા વિસ્તારના ખેડૂતોને તથા બધાને સમાન રીતે અસર કરે છે. પરં તુ આવકના અનેક સ્રોત ધરાવતા [ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


પરિવારમાં થોડો રોકડિયો પાક ઉપરાંત હસ્તઉદ્યોગ, બિનખેતીનું કામ અને નગર સાથે થોડો સંબંધ રાખતા પરિવારોને આવું જોખમ ઓછી માત્રામાં નડે છે. સમુદાયના સંદર્ભથી વિચારીએ તો જોખમ પણ સરખે ભાગે વહેં ચાય છે અને તેથી મળતી રાહત પણ બધાંની વચ્ચે સરખે હિસ્સે વહેં ચાય એવી તક ઊભી થાય છે એવો મારો અનુભવ છે. જોખમ ઉઠાવવાની વાત કરી તે ઉપરાંત તેમાં અન્ય બાબતો પણ ઉમેરું છુ .ં મારા આવા ૧૦૦ માઈલના સિદ્ધાંતને કારણે સ્થાનિક સમુદાયોનું નિર્માણ થાય છે. બીજુ ,ં પર્યાવરણના પ્રશ્નોનો સ્થાનિક સ્તરે વહે લો ઉકેલ આવે છે, ગ્રામલોકો એકબીજાની વધુ નિકટ આવે છે. ૧૦૦ માઈલની બહાર શું જશે અને બહારથી શું શું તેમના ૧૦૦ માઈલમાં આવશે તેના પર ચર્ચા કરતાં થશે. આથી આંતરિક રાજકારણ પણ સુધરશે અને હિં સાના પ્રસંગો પણ ઓછા થશે એવું હં ુ જોઈ રહી છુ .ં બજારની દૃષ્ટિએ જોઈએ તો જો સ્થાનિક ઉત્પાદન ત્યાંના લોકને સંતોષ આપી શકે તો પારં પરિક કારીગરી જ ેવી કે વણાટ, માટીકામ, ઈંટો કે મકાન બાંધવાની આવડતોની કરુણ દશા નહીં થાય. પરં તુ દુ:ખની વાત છે કે પેઢી દર પેઢી સંચિત કારીગરી અને તેનું જ્ઞાન વિલય પામતું જાય છે તેની તો આજના અર્થતંત્રને કોઈ વિસાત દેખાતી લાગતી નથી! કે નથી તેને માનવીના શ્રમનું ગૌરવ કે નથી

અહી ં ૧૦૦ માઈલનો સંબંધ નિર્માણ કરવાનું મુખ્ય લ�ય સ્થાનિક છે પણ બેશક તેનો વ્યાપ વિશાળ

છે. વિશ્વભરમાં ૧૦૦ માઈલના સમુદાયો ઠે ર ઠે ર ઉપરાછાપરી

સમસ્યાઓનો

રચાતા ઉકેલ

જાય

હું

તેમાં

જોઉં

છુ ં.

વૈશ્વિક

ચાહે

તે

પર્યાવરણની ક્લાઇમેટ ચૅન્જની સમસ્યા હો કે

સૌના વિકાસની ઇન્ક્લુઝિવ ડે વલપમૅન્ટની. સમજી વિચારીને જીવનમાં અનુબંધ અપનાવીએ અને સ્થાનિક સમુદાયોનું નિર્માણ કરતા જઈએ તો

દુનિયાભરમાં કુ દરત અને લોક વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોની સુંદર જાળ ગૂંથી જ શકાય

ગર્વ. એ કારીગરવર્ગનો જ ેણે તેમનાં કલાકૌશલ્યોને લોકોપયોગના હે તુ માટે સમાજને ધરી દીધાં છે. અવશ્ય, અહીં ૧૦૦ માઈલનો સંબંધ નિર્માણ કરવાનું મુખ્ય લક્ષ્ય સ્થાનિક છે પણ બેશક તેનો વ્યાપ વિશાળ છે. વિશ્વભરમાં ૧૦૦ માઈલના સમુદાયો ઠેર ઠેર ઉપરાછાપરી રચાતા જાય તેમાં જ વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ હં ુ જોઉં છુ .ં ચાહે તે પર્યાવરણની ક્લાઇમેટ ચૅન્જની સમસ્યા હો કે સૌના વિકાસની ઇન્ક્લુઝિવ ડેવલપમૅન્ટની. સમજી વિચારીને જીવનમાં અનુબંધ અપનાવીએ અને સ્થાનિક સમુદાયોનું નિર્માણ કરતા જઈએ તો દુનિયાભરમાં કુ દરત અને લોક વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોની સુંદર જાળ ગૂંથી જ શકાય. [સંપૂર્ણ]

ઇલા ર. ભટ્ટ લિખિત કે ટલાંક પુસ્તકો

We are poor but so many The story of self-employed women in India, Oxford University Press મારી બહે નો સ્વરાજ લેવું સહે લ છે. ઇન્ડિયન ઍકેડમી ફૉર સેલ્ફ એમ્પલોઇડ વિમેન મહાત્માની છાયામાં નવજીવન Anubandh Navajivan अनुबंध નવજીવન અનુ. નીલમ ગુપ્તા

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

₨ 150 ₨ 150 ₨ 150

127


જેના વિના કાર્ટૂન્સ બુક કલેક્શન અધૂરું છે એવું પુસ્તક Gandhi in Cartoons

પુસ્તક પરિચય

જયેશ અધ્યારુ

જાહે રક્ષેત્રમાં રહે લી કોઈ પણ વ્યક્તિને જોવાના દોરે લું, જ ેમાં ચિત્રોના એક પ્રદર્શનમાં ગાંધીજીનું

ઘણા રસ્તા હોય છે. એમાંનો એક એટલે કાર્ટૂન્સ કે ઠઠ્ઠાચિત્રો. ગાંધીજી એવું વિરાટ વ્યક્તિત્વ છે કે એમણે ખેડલ ે ા એક પણ ક્ષેત્રમાં એમનો પ્રભાવ કે એમના વિચારો જૂ ના કે ધાર વિનાના થયા નથી. કાર્ટૂન્સનું પણ એવું જ છે. પરં તુ કાર્ટૂન વિશ્વમાં છેલ્લાં વર્ષાેમાં જ ે રીતે ગાંધીજી દેખાય છે, તે મોટે ભાગે ગાંધીજી અત્યારે હોત તો શું હોત તે વિચારને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલાં હોય છે. અથવા તો અત્યારની ખાડે ગયેલી સ્થિતિના ચિત્રણ માટે ગાંધીજી અથવા તો ગાંધીયુગને યુટોપિયા (આદર્શ સ્થિતિ) તરીકે કલ્પીને તેને હાલની સ્થિતિ સાથે સરખાવવામાં આવે છે. વિખ્યાત કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણે એક કાર્ટૂન

Gandhi in Cartoons (गांधी व्यंग्यचित्र संग्रह) સંપાદકૹ દુર્ગા દાસ, પ્રકાશકૹ નવજીવન, 1970માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું પુનઃ પ્રકાશન વર્ષૹ 2016 પેપર બૅક સાઇઝૹ 6.7 × 8.8 પાનાંૹ 240 • ૱ 300

128

એક વિશાળ ચિત્ર દીવાલ પર લાગેલું છે. તેની સામે એક નેતા એ ચિત્ર કોનું છે તે જોવા માટે વાંકો વળીને ચિત્રની નીચે આપેલું નામ વાંચી રહ્યો છે! અત્યારના નેતાઓ ગાંધીજીને સદંતર ભૂલી ગયા છે, એ લક્ષ્મણે મીઠાના પાણીમાં બોળેલી પીંછીથી ચાબખા મારીને બતાવ્યું છે. કાર્ટૂનિસ્ટ દેવ ગઢવીએ એક કાર્ટૂન દોરે લું, જ ેમાં એક લાંચિયા નેતાએ લાંચ લેતી વખતે પાછળ દીવાલ પર ટાંગેલી ગાંધીજીની તસવીરની આંખો પર પટ્ટી બાંધેલી બતાવી હતી. અંગ્રેજી અખબાર ડીએનએના કાર્ટૂનિસ્ટ મંજૂલનું પણ એક આવું જ કાર્ટૂન હતું, જ ેમાં નેતાએ પોતાની ચેમ્બરમાં ગાંધીજીની તસવીર તો લગાવી છે, પણ એમાં દેખાતા ગાંધીજી ચલણી નોટમાંના ગાંધીજી છે. બળાત્કારની ક્રૂર ઘટનાઓ સંદર્ભે મંજૂલે એક એવું કાર્ટૂન બનાવેલું જ ેમાં ગાંધીજીનું પૂતળું જીવંત થઈને એક યુવતીને પોતાની લાકડી આપતાં કહે છે, ‘દીકરી, હવે તારી રક્ષા તારે જાતે જ કરવાનો સમય પાકી ગયો છે.’ ગાંધીજી કેટલું વિરાટ વ્યક્તિત્વ હતા એ દર્શાવતું એક ગુજરાતી કાર્ટૂન અત્યારે યાદ આવે છે, જ ેમાં ગાંધીજીને એક હાથીના સ્વરૂપમાં દેખાડાયા હતા અને કેટલાક અંધ નેતાઓ (કે કહે વાતા બુદ્ધિજીવીઓ) એનાં વિવિધ અંગોને અડીને ગાંધીજી અસલમાં કેવા છે, તેનો તાગ મેળવવા મથી રહ્યા હતા. પરં તુ આ ચર્ચાની સાથે જ પ્રશ્ન એ થાય કે ગાંધીજી જ્યારે જાહે ર જીવનમાં સક્રિય હતા ત્યારે તેમના સમકાલીન કાર્ટૂનિસ્ટોએ એમના સંઘર્ષને કેવી [ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


રીતે જોયો હતો. આમ તો કોઈ સંશોધકને અથવા તો જિજ્ઞાસુ જનને આ કુ તૂહલ સંતોષવું હોય તો કેટલા દાયકાઓ જૂ નાં અખબારો શોધીને ફં ફોસવાં પડે! પરં તુ નવજીવન ટ્રસ્ટે પુનઃપ્રકાશિત કરે લું પુસ્તક गांधी व्यंग्यचित्र संग्रह (અંગ્રેજીૹ ગાંધી ઇન કાર્ નટૂ ્સ) આ કુ તૂહલ ઘણે અંશે સંતોષે છે. ઇન્ડિયન ન્યૂઝ એન્ડ ફીચર્સ(ઇન્ફા)ના તત્કાલીન એડિટર ઇન ચીફ દુર્ગા દાસ દ્વારા સંપાદિત આ પુસ્તકમાં ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહના દિવસોથી લઈને એમની સ્થૂળ દેહે વિદાય પછીના સમય સુધીનાં વૈશ્વિક માધ્યમોમાં છપાયેલાં કાર્ટૂન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માધ્યમોમાં દક્ષિણ આફ્રિકાના ‘ધ રે ન્ડ ડેઇલી મેઇલ’થી લઈને લંડનના ‘ઇવનિંગ સ્ટાન્ડર્ડ’ અને જર્મનીના ‘સિમ્પ્લિસિસિમસ’, અમેરિકાના ‘લાઇફ’ મૅગેઝિનથી લઈને કરાંચીના ‘ધ ડોન’, દિલ્હીથી પ્રકાશિત ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ અને ગુજરાતી એવાં ‘જન્મભૂમિ’, બંગાળી ‘દેશ’ વગેરેનો સમાવેશ થાય છે. આના પરથી ખબર પડે છે કે આ સંકલનનું ફલક કેટલું વિશાળ છે. કાર્ટૂનિસ્ટોમાં પણ દિગ્ગજ એવા ડેવિડ લોથી લઈને શંકર, શનિ અને નારદ જ ેવા ભારતીય, ગુજરાતી કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂન્સનો સમાવેશ થાય છે. કૉફી ટેબલ બુક જ ેવા ફૅ શનેબલ ટેગ વિના પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં ગાંધીજીના જીવનના ઘટનાક્રમને કાર્ટૂનના માધ્યમથી સમજી શકાય તેમ છે. માત્ર કાર્ટૂન્સ જ નહીં, આ પુસ્તકમાં દરે ક કાર્ટૂનની સાથે ટૂ કં ી નોંધ પણ હિન્દી અને અંગ્રેજીમાં મૂકવામાં આવી છે, જ ે તેનું ઐતિહાસિક– રાજકીય પૃષ્ઠભૂમિ સમજવામાં પણ ખાસ્સી મદદરૂપ થાય છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીયો તથા અન્ય એશિયન લોકો માટે ટ્રાન્સવાલમાં પ્રવેશવા પરવાનો મેળવવાના અન્યાયી કાયદા ઘડાયેલા તેના વિરુદ્ધમાં नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

કૉફી ટે બલ બુક જેવા ફૅ શનેબલ ટે ગ વિના પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં ગાંધીજીના

જીવનના ઘટનાક્રમને કાર્ટૂનના માધ્યમથી સમજી

શકાય તેમ છે. માત્ર કાર્ટૂન્સ જ નહી,ં આ

પુસ્તકમાં દરેક કાર્ટૂનની સાથે ટૂં કી નોંધ પણ હિન્દી અને અંગ્રેજીમાં મૂકવામાં આવી છે, જે તેનું

ઐતિહાસિક–રાજકીય

બૅકગ્રાઉન્ડ

સમજવામાં પણ ખાસ્સી મદદરૂપ થાય છે

ગાંધીજીની ચળવળને જોતાં ‘સન્ડે ટાઇમ્સ’ના પહે લા કાર્ટૂનમાં ગાંધીજીને ભારતીય સમુદાય રૂપી હાથીને દોરવણી આપતા મહાવતના સ્વરૂપમાં બતાવવામાં આવ્યા છે. આ હાથી દક્ષિણ આફ્રિકન સરકારના સ્ટીમ રોલરના રસ્તા પર એવો સજ્જડ રીતે બેસી ગયો છે કે એ સ્ટીમ રોલર અંતે ફાટી ગયું છે. ૧૬ ઑગસ્ટ, ૧૯૦૮માં ગાંધીજીએ જોહાનિસબર્ગની હમીદિયા મસ્જિદની બહાર બે હજાર જ ેટલાં પ્રમાણપત્રોની હોળી કરાવેલી. ગાંધીજીના જાહે ર જીવનની આ પહે લી ‘હોળી’ને બ્રિટનના એક અખબારે ૧૭૭૩ની અતિ જાણીતી બોસ્ટન ટી પાર્ટી સાથે સરખાવતું કાર્ટૂન બનાવેલું, જ ેમાં ગાંધીજીને બાળકનું ફ્રોક પહે રેલા અને સળગતાં પ્રમાણપત્રો હાથમાં પકડીને આગ સાથે રમત કરતા બતાવેલા. આ સમયગાળામાં બનેલાં કાર્ટૂન્સમાં ગાંધીજીનો ત્યારનો અંગ્રેજી પહે રવેશવાળો દેખાવ ખાસ ધ્યાન ખેંચે છે. જોકે આ સમયગાળાનાં કાર્ટૂન્સમાં ઘણે ઠેકાણે કટાક્ષ કરતાં માત્ર ઘટનાનું ચિત્રાત્મક નિરૂપણ વધારે દેખાય છે. દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા પછી ગાંધીજીએ વિદેશી વસ્ત્રોનો ત્યાગ કરીને માત્ર પોતડી 129


પહે રવાનું શરૂ કર્યું એ પણ અહીં ધ બર્થ ઑફ સ્વદેશી શીર્ષક હે ઠળના કાર્ટૂનમાં ઝિલાયું છે. જ ેમાં અંગ્રેજ સરકારના પ્રતિનિધિ રીડિંગને પરાણે પગ વાળીને મૂડા પર બેઠલ ે ા બતાવાયા છે. એમના ચહે રા પર ગુસ્સાના ભાવ એ ઝાંખા કાર્ટૂનમાં પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. ભારતમાં ગાંધીજીની વિવિધ ચળવળો દરમિયાન ઉપવાસના શસ્ત્રના વારં વારના પ્રયોગ અને મર્યાદિત આહારને કારણે એમનો પાતળો દેહ વધુ કૃષ લાગવા માંડ્યો હતો. આવો પાતળો દેહ, લાંબું નાક અને નાકની દાંડીએ લટકતાં ગોળ ચશ્માં, પદ્માસનની મુદ્રામાં એમની બેઠક, પોશાકમાં માત્ર પોતડી, ઓછા થતા જતા દાંત વગેરે બધું જ કાર્ટૂનિસ્ટોને એમનું નિરૂપણ કરવા માટે આકર્ષતું હતું. કાર્ટૂનિસ્ટોને

આકર્ષતું બીજુ ં એક પાસું હતું ગાંધીજીની અડગતા. કોઈ મુદ્દે એમનો અડગ નિર્ણય બતાવવા માટે કાર્ટૂનિસ્ટોએ એમને ઠેકઠેકાણે જાહે ર કે વિચિત્ર જગ્યાએ પલાંઠી વાળીને બેસી ગયેલા બતાવ્યા છે. આવાં કાર્ટૂન્સમાં ‘સિમ્પ્લિસિસિમસ’-(જર્મની)ના એક કાર્ટૂનમાં બાપુને અસ્વીકૃતિના બ્રિટિશ સિંહોની વચ્ચે શાંતિથી રેં ટિયો કાંતતા બતાવાયા છે. બર્લિન, જર્મનીના હાસ્ય–વ્યંગ સાપ્તાહિક ‘કાલદરદાશ’ના એક કાર્ટૂનમાં બ્રિટિશ સરકારના દમનની સામે એક હાથી પર પ્રાર્થનાની મુદ્રામાં બેઠલ ે ા ગાંધીજીને શાંતિથી પસાર થતા બતાવાયા છે. આ કાર્ટૂનમાં આડકતરી રીતે ગાંધીજીના વિશાળ કદની સામે અંગ્રેજો કેટલા વામણા પુરવાર થઈ રહ્યા હતા એ પણ બતાવી દેવાયું છે. गांधीजी ने 31 जुलाई सन् 1921 को बम्बई स्थित परेल नामक स्थान पर विदेशी कपड़े के विरुद्ध अपना आन्दोलन छ़ेड़ा| स्वदेशी का प्रचार करते हुए उन्होंने कहा कि भारतीयों को “सबसे अधिक दूषित करने वाले” ये विदेशी कपड़े हैं| उन्होंने ज़ोर दे कर कहा कि मैं प्रत्येक विदेशी बात के विरुद्ध नहीं हूं, क्योंकि ऐसा करना “जातिवाद, प्रादेशिकता और बुराई” का पोषण करना है| ब्रिटेन में प्रकाशित यह कार्टून उस समय का है जब गांधीजी स्वदेशी का प्रचार करने के लिए सारे देश का दौरा कर रहे थे| प्रतीक के तौर पर इसकी पृष्ठभूमि में चरखा दिखाया गया है| रुष्ट अंग्रेज़ भारत में अपने प्रतिनिधि लार्ड रीडिंग को गांधीजी से वार्तालाप करते हुए देख रहा है| दक्षिणी भारत में मदुराई में 21 सितम्बर को उन्होंने अपना सिर घुटवा लिया| अगले दिन उन्होंने टोपी, कमीज़, बंडी और धोती त्याग दी और सिर्फ़ गमछा बाँधना शुरू कर दिया|

130

[ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


દાંડીકૂ ચ અને મીઠાના સત્યાગ્રહની સફળતાને આંતરરાષ્ટ્રીય મીડિયાએ ગાંધીજીના માસ્ટર સ્ટ્રોક તરીકે લીધી હતી. આ અરસામાં બનેલાં ઘણાં બધાં કાર્ટૂન્સમાં બ્રિટિશ સરકારને સિંહ તરીકે ચીતરીને એની પૂંછડી પર મીઠુ ં ભભરાવીને એને તાબે કરતાં ગાંધીજીનો કન્સેપ્ટ ભારે પ્રચલિત થયો હતો. જોકે એવું નથી કે ગાંધીજીના સત્યાગ્રહને તમામ કાર્ટૂનિસ્ટો અને અખબારોએ સકારાત્મક રીતે જ લીધેલો. દાંડીકૂ ચને પગલે દેશમાં શરૂ થયેલા સવિનય કાનૂનભંગમાં દેશની જનતા ઠેકઠેકાણે હિં સા પર ઊતરી આવી હતી. બ્રિટનના ‘ધ ડેઇલી એક્સપ્રેસ’ અખબારે આ વાત બદલ ગાંધીજીને જવાબદાર ઠેરવતાં એમને આંખ–કાન–મોં ઢાંકીને બેઠલ ે ા ત્રણ વાંદરા તરીકે ચીતરે લા, જ ેની પાછળ દેશમાં ચાલી રહે લી હિં સાનું ચિત્રણ કરાયું હતું. ‘ધ ડેઇલી મેઇલ’ના એક કાર્ટૂનમાં બાપુની બકરીઓને મજાકનું પાત્ર બનાવવામાં આવેલી. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ગાંધીજીનું જવું અને એ પણ પોતાના પરં પરાગત પોશાકમાં જવું એ વિન્સ્ટન ચર્ચિલને રુચ્યું નહોતું. બ્રિટનના મોર્નિંગ પોસ્ટ અખબારે આ બાબતે સળી કરતાં ગાંધીજી અને ચર્ચિલના પોશાકોને અદલબદલ કરીને ધારદાર વ્યંગ કર્યાે હતો. આ સંગ્રહનાં સૌથી ધારદાર કાર્ટૂન્સ પૈકીનું એક એવું કાર્ટૂનિસ્ટ શંકરનું કાર્ટૂન છે, જ ેમાં લૉર્ડ વિલિંગ્ડનના આદેશથી ગાંધીજીની તથા હજારો કૉંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરાયેલી ત્યારના સમયનું ચિત્રણ છે. કાર્ટૂનમાં વિલિંગ્ડન ગાંધીજીને યરવડા જ ેલમાં પૂરી રહ્યા છે, જ્યારે બીજા હજારો ગાંધીજી (ગાંધી સમર્થકો) જ ેલની બહાર વિલિંગ્ડનની સામે જોઈ રહ્યા છે. આ કાર્ટૂન એક પણ શબ્દ કૅ પ્શન સ્વરૂપે મૂક્યા વિના દેશવાસીઓ પર ગાંધીજીનો

પ્રભાવ કહી આપે છે. આ જ રીતે ડેવિડ લોના એક કાર્ટૂનમાં ગાંધીજીના જ ૧૯૩૬ના હરિજનમાં છપાયેલા શબ્દો ભારત એક વિશાળ જ ેલ બનીને રહી ગયું છેને કાર્ટૂનનું સ્વરૂપ અપાયું છે. આ સમયગાળામાં બનેલાં કાર્ટૂન્સમાં ગાંધીજી ઉપરાંત ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં અન્ય પાત્રો સરદાર, નેહરુ, સુભાષ, ઝીણા વગેરેનો પણ પ્રવેશ થાય છે. ધીમે ધીમે સ્વતંત્રતા અને દેશના ભાગલા તરફ આગળ વધતા ઘટનાક્રમનું નિરૂપણ કરતાં કાર્ટૂન્સમાં ઝીણાની અલગ દેશ પાકિસ્તાન માગવાની હાસ્યાસ્પદ અને બાળહઠ બની ગયેલી રાજહઠ, દેશની ભલાઈ માટે સમય વર્તીને રજવાડાંને ભારતીય સંઘ સાથે જોડાઈ જવાની બાપુની સલાહ, ભાગલાનાં જોખમો સામે લાલ ઝંડી બતાવતા ચિંતાગ્રસ્ત બાપુ અને એમની નારાજગીનું ચિત્રણ થયું છે. ગાંધીજીના જન્મશતાબ્દી વખતે આકાશમાંથી નીચે જોતી બાપુની આકૃતિ કુ ટ્ટીએ બતાવી છે, જ્યાં નીચે ધરતી પર સાધ્યો (સત્તા) માટે કોઈ પણ સાધન અપનાવતાં ન અચકાતા નેતાઓને લડતા– ઝઘડતા બતાવ્યા છે. તેને કૅ પ્શન અપાયું છે, ‘બધું જ એમના (ગાંધીજીના) નામે.’ આ અફલાતૂન કાર્ટૂનસંગ્રહમાં સમાવિષ્ટ લગભગ બધાં જ કાર્ટૂન્સમાં ગાંધીજીની શાંત અને હસમુખી છબી ઊભરી આવે છે. જ્યારે એમના આ શાંત છતાં પહાડ જ ેવા મક્કમ અભિગમથી એમના વિરોધીઓ અકળાઈ ઊઠતા જોવા મળે છે. ૧૧૧ જ ેટલાં દુર્લભ કાર્ટૂન્સના આ સંગ્રહ વિના ગાંધીજી કે કાર્ટૂન્સમાં રસ ધરાવતા લોકોનું પુસ્તકોનું કલેક્શન અધૂરું છે તેવું બેધડક કહી શકાય. [ પુસ્તકનું પુનઃ પ્રકાશન થતાં મે, ૨૦૧૪ના અંકમાંથી કેટલાક ફે રફાર સાથે પુનઃ પ્રકાશિત] Emailૹ jayeshadhyaru@gmail.com 

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

131


‘તમારા ઠઠ્ઠા-મશ્કરી કોઈને ડં ખવા ના જોઈએ ’

ગાંધીજી કહે છે

વિશાલ શાહ

બ્રિટિશ કાળ અને એ પછી આઝાદ ભારતમાં

પણ ઘણાં વર્ષો સુધી પૉલિટ્ન જ ે તે અખબાર કે સામયિકનો ‘રાજકીય અભિપ્રાય’ ગણાતો. આ સ્થિતિમાં પણ ‘હિં દુસ્તાન ટાઇમ્સ’ અને ‘ફ્રી પ્રેસ જર્નલ’ જ ેવાં અખબારોમાં શંકર ધારદાર વ્યંગ સાથેનાં કાર્ટૂનો દોરતાં. શંકરે બ્રિટિશ કાળમાં જ કાર્ટૂન ચિતરવાનું શરૂ કરી દીધું હોવાથી અનેક બ્રિટિશ વાઇસરૉય પણ તેમની અડફે ટ ે ચડી ગયા હતા. જોકે કડક મિજાજી બ્રિટિશરોની સેન્સ ઑફ હ્યુમર સારી હતી. જ ેથી કોઈએ શંકરનાં કાર્ટૂન્સ સામે વાંધો લીધો હોય એવું નોંધાયું નથી. ઊલટાનું લૉર્ડ વિલિંગ્ટન અને લૉર્ડ લિનલિથગો જ ેવા વાઇસરૉય શંકરનાં કાર્ટૂન્સથી ઘણા પ્રભાવિત હતા. ઉચ્ચ કક્ષાની રમૂજવૃત્તિ ધરાવતા ગાંધીજી એક વાર શંકરનું કાર્ટૂન જોઈને ભડક્યા હતા. જોકે, એ કાર્ટૂન ગાંધીજી પર નહીં પણ ઝીણા પર વ્યંગ કરવા દોરાયેલું હતું. આ મુદ્દે ગાંધીજીએ વર્ધાથી રે લવે મુસાફરી કરતી વખતે શંકરને ટપાલ લખીને સપ્ટેમ્બર, ૧૯૩૯માં ‘હિં દુસ્તાન ટાઇમ્સ’માં પ્રસિદ્ધ થયેલાં ઝીણાનાં કાર્ટૂન્સ સામે સખત વાંધો લીધો હતો. પરં તુ એ દિવસે શંકરના ઝીણા પરનાં બે કાર્ટૂન પ્રસિદ્ધ થયાં હતાં. એટલે ગાંધીજી કયું કાર્ટૂન જોઈને ગુસ્સે થયા હશે એ સંશોધનનો વિષય છે. રીતુ ગાયરોલા ખંડુરિ સંશોધિત પુસ્તક (Cariculturing cultare in India, Cartoons and History in the Modern World માં મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણી સાથેની પૃષ્ઠભૂ સાથે આ વાત વર્ણવાઈ છે. આ ઘટના વિશે ક્લેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી માં ઉલ્લેખ થયલો

The resolution paused by the Working Committee of the Muslim League state : “So far the Special power of the Governor have remained dormant and obsolete and the Governors have failed to protect the rights of Muslims.”

જણાયો નથી. પરં તુ આ ટપાલ આજ ેય શંકરના પરિવાર પાસે સચવાયેલી છે. આ ટપાલમાં ગાંધીજીએ લખ્યું છે કે, “ઝીણા વિશે દોરાયેલું તમારું કાર્ટૂન અરુચિકર અને હકીકતોથી વિપરીત હતું. તેમાં તમે ફક્ત એક કાર્ટૂનિસ્ટ તરીકે કામ પૂરું કરી દીધું છે. કળાની દૃષ્ટિએ તો તમારાં કાર્ટૂન્સ સારાં હોય છે. પરં તુ તમારાં કાર્ટૂનો ચોકસાઈથી બોલી ના શકતા હોય અને લાગણી દુભાવ્યા વિના મજાક ના કરી શકતા હોય તો તમે તમારા વ્યવસાયમાં હજુ ઉચ્ચ સ્તરે નથી પહોંચ્યા. વિવિધ પ્રસંગોનો તમારો અભ્યાસ દર્શાવે છે કે, તમારી પાસે તેનું ચોકસાઈભર્યું જ્ઞાન છે. છતાં મૂળ વાત એ છે કે તમારે અસંસ્કારી નહીં બનવું જોઈએ. તમારા ઠઠ્ઠા-મશ્કરી કોઈને ડંખવા ના જોઈએ.” Email : vishnubharatiya@gmail.com 

132

[ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


વ્યંગ્ય ચિત્રોમાં ગાંધીજી

રસાસ્વાદ

બીરે ન કોઠારી અંગ્રેજ સારસ્વત્ સેમ્યુઅલ જોહનસને કહે લું : ‘Patriotism is the last refuge of a scoundrel.’ (બદમાશનો છેલ્લો આશરો એટલે દેશપ્રેમ) આજના યુગમાં જ્યાં ને ત્યાં ગાંધીજીનું નામ વટાવવામાં આવે ત્યારે સેમ્યુઅલે દેશપ્રેમ માટે કહે લી આ વાત ગાંધીજીને લાગુ પાડી શકાય એવી છે. તો બીજી બાજુ કેટલાક ગાંધીજીના એકલદોકલ—સ્થૂળ પાસાને (ચરખો, ખાદી, ચશ્માં, લાકડી, ટાલ વગેરે) લઈને પોતે ગાંધી હોવાનો વહે મ સેવતા હોય છે, જ ેને તેમની આસપાસના લોકો પાળેપોષે છે. ગાંધીજયંતી અને ગાંધીનિર્વાણ દિને સાવ યાંત્રિક રીતે ગાંધીજીના પૂતળાને હારતોરા કરવાથી લઈને સર્વધર્મ પ્રાર્થનાઓ યોજવાના અને ભોજનથી સમાપ્ત થતા કાર્યક્રમો યોજીને ગાંધીને પગલે ચાલ્યા હોવાનો સંતોષ માની લેવાય છે. ફૂલોના હાર વડે ગાંધીજીની તસવીરને ઢાંકી દેવામાં આવે છે, અને શાળામાં વિદ્યાર્થીઓને શીખ આપવામાં આવે છે કે નવી પેઢીએ ગાંધીજીને અનુસરવાનું છે, ગાંધીજી આજ ે પણ એટલા જ પ્રસ્તુત છે વગેરે, વગેરે… હોય! સૌને પોતપોતાની મતિ મુજબ ગાંધીજીને અનુસરવાનો હક છે, કેમ કે છેવટે એટલી ક્ષણો પૂરતો અનુભવાતો સંતોષ પણ સાચકલો હોઈ શકે છે. આ જ કમાલ છે ‘ગાંધીજી’ના નામની. ગાંધીજીએ આ જોયું હોત તો ખડખડાટ હસ્યા હોત. પણ રસપ્રદ વાત એ છે કે ગાંધીજીની રમૂજવૃત્તિના વારસદારો જૂ જ જોવા મળે છે. ટુચકાઓ કહીને હસાવવાની ગાંધીજીની આદત ન હતી. તેમના રોજબરોજના વર્તનમાં સહજપણે હાસ્ય પ્રગટ થતું. ગાંધીજીના વિનોદને લગતા કિસ્સાઓ અનેક પુસ્તકોમાં ઉલ્લેખાયેલા છે, તેમ જ તેનાં અલાયદા પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે. આમ છતાં, ગાંધીજી વિશે કાર્ટૂનિસ્ટોનો શો દૃષ્ટિકોણ છે એ ઓછુ ં જોવા મળ્યું છે. નવજીવન પ્રકાશન દ્વારા પ્રકાશિત પુસ્તક Gandhi in Cartoonsના અપવાદ સિવાય આવો પ્રયાસ થયેલો ધ્યાનમાં નથી. થયો હોય તો આનંદની વાત છે. પણ હાલ તો આ પુસ્તકમાંથી પસંદગીનાં કેટલાંક કાર્ટૂનની વાત.

सन् 1907 में भारतीय प्रवासियों और ट्रान्सवाल सरकार की एक-दूसरे से टक्करें हुई| एशियाइयों के विरुद्ध भेदपूर्ण व्यवहार करने के लिए बनाए गए कानूनों का विरोध करने के लिए गांधीजी ने सत्याग्रह का नया हथियार खोज निकाला और सरकार ने इस हथियार से मोर्चा लेने के लिए अत्याचार का सहारा लेने की धमकी दी| ट्रान्सवाल के शासकों ने स्पष्ट कर दिया था कि श्वेतों के लिए एक प्रकार के कानून और “घटिया” जातियों के लिए दूसरे प्रकार के कानून होंगे| जाति के आधार पर पृथक्करण के बीज इसी समय में बोए गए| (પુસ્તકમાંથી) આ કાર્ટૂનની પસંદગી વિશિષ્ટ કારણથી કરી છે. આમાં મોહનદાસ ગાંધી તેમના સંપૂર્ણ લિબાસમાં જોઈ શકાય છે. સવિનય કાનૂન ભંગ કરતા મોહનદાસની સામે હિં સાખોરીના પર્યાય સમી દક્ષિણ આફ્રિકન સરકાર બતાવી છે, જ ેના હાથમાં એશિયનો વિરુદ્ધના આદેશરૂપી રિવોલ્વર પકડેલી છે. એ રીતે અહીં બે તદ્દન વિરોધાભાસી વ્યક્તિત્વો ચીતરવામાં આવ્યાં છે. ૧૯૦૭ના આ કાર્ટૂનના કાર્ટૂનિસ્ટ વિશે જાણકારી નથી. नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

133


सन् 1908 में गांधीजी और जनरल स्मट्स में समझौता हो गया कि एशियाटिक रजिस्ट्रेशन एक्ट, जिसके अन्तर्गत ट्रान्सवाल में रहने वाले सभी एशियाइयों को अपने नाम दर्ज करा लेना आवश्यक था, वापस ले लिया जाएगा, और उस राज्य में, जो अब ब्रिटेन का उपनिवेश बन चुका था, रहने वाले सभी भारतीय, इस ‘काले कानून’ के खत्म हो जाने के बाद स्वेच्छ़ा से अपने नाम दर्ज करा लेंगे| कुछ महीनों में ही यह समझौता टूट गया, क्योंकि स्मट्स ने अपने वचन का पालन नहि किया| और, इसीलिए सत्याग्रह तेज़ कर दिया गया| विरोध का एक ढंग था रजिस्ट्रेशन पत्रों को बड़ी संख्या में सार्वजनिक रूप से जलाना| दूसरे कार्टून में भारत के वायसराय को बोअरों के नेता जनरल बोथा को यह चेतावनी देते हुए दिखाया गया है कि वह ट्रान्सवाल में रहने वाले भारतीयों पर तीन पौंड का मतदान-कर लागू करने से बाज़ आए क्योंकि इस भेदपूर्ण कानून का, जिसका इरादा सभी एशियाइयों को अपनी लपेट में ले लेने का है, भयंकर विरोध होगा| उपनिवेश की सरकार ने इस परामर्श पर कोई ध्यान नहीं दिया और कानून लागू कर दिया| इससे गांधीजी द्वारा सविनय अवज्ञा आन्दोलन को और ज़्यादा बल मिला| (પુસ્તકમાંથી) ૧૯૦૮માં ગાંધી અને જનરલ સ્મટ્સ વચ્ચે સમજૂ તી થઈ. એ મુજબ એશિયાટિક રજિસ્ટ્રેશન ઍક્ટ અંતર્ગત ટ્રાન્સવાલમાં રહે તા તમામ એશિયનોએ પોતાનાં નામની નોંધણી કરાવવાની જોગવાઈ રદ કરવામાં આવી હતી. સમજૂ તી થયા પછી જન્મેલા ‘શાંતિબાળ’(Babe of peace)ને જનરલ સ્મટ્સે હાથમાં ઊંચકેલું બતાવ્યું છે, અને ગાંધી તેને ઘંટડી વડે રમાડી રહ્યા છે. જનરલ સ્મટ્સ ગાંધીજીને પૂછ ે છે, ‘બાળક કેવું છે?’ ગાંધીનો જવાબૹ ‘બહુ સરસ. મોંમાં શાંતિનું તરણું લઈને જન્મ્યું છે.’ ઉલ્લેખનીય છે કે જનરલ સ્મટ્સે આ સમજૂ તીનું પાલન કર્યું નહીં, અને તે પડી ભાંગી.

વીસરાતી વિરાસત ~ જ ેમ્સ હિલ્ટન, અનુ. ચિન્મય જાની

Trial of Gandhiji

જ ેમ્સ હિલ્ટનની વિખ્યાત નવલકથા લાૅસ્ટ હાૅરાઇઝનની પાર્શ્વભૂમિ ‘શાંગ્રીલા’ સર્વત્ર આધ્યાત્મિક આનંદના પ્રતીક તરીકે જાણીતી થઈ છે. આ કથાનો પ્રકાર પ્રવાસકથા અને રોમાન્સનો છે, પણ ગૌતમ—બુદ્ધના સુવર્ણમધ્યનું તત્ત્વજ્ઞાન—દર્શન એમાં સર્વત્ર વ્યાપેલું છે. વાચકમિત્રોને આ વાર્તા રુચશે અને સદાને માટે યાદ રહી જશે.

તારીખ 18 માર્ચ, 1922ના રોજ અંગ્રેજ હકૂ મતની સેશન્સ કોર્ટમાં ગાંધીજી વિરુદ્ધ ચાલેલો ખટલો ઇતિહાસના સુવર્ણપૃષ્ઠ સમાન છે. ગાંધી પ્રેરિત સ્વાતંત્ર્ય ચળવળને ચોક્કસ દિશામાં દોરી જવામાં મહત્ત્વપૂર્ણ આ ઘટનાનું ‘Trial of Gandhiji’માં યથાતથ, વિગતસભર અને દસ્તાવેજી મૂલ્ય સાથે વિશ્લેષણસહ નિરૂપણ છે.

p. 192 | 5" x 9.25" | Paperback | Rs. 200

134

p. 288 | 9" x 12" | Rs. 750

[ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


सत्याग्रहियों का क्रूरतापूर्वक दमन किया गया| फिर भी संघर्ष जारी रहा| न तो सत्याग्रही ही झुके और न ही सरकार| सन् 1908 में गांधीजी को बिना परमिट लिए नेटाल से ट्रान्सवाल में घुस जाने के अभियोग में जेल में डाल दिया गया| उन्हें कैदियों की वर्दी पहनने और जेल में झाडू लगाने के लिए विवश किया गया| जेल से ही उन्होंने अपने अनुयायियों से कहा: “आख़िर तक लड़ते रहो! कष्ट-सहन तो हमारा इलाज है| विजय निश्चित है|” (પુસ્તકમાંથી) સમજૂ તીના ભંગને પગલે સત્યાગ્રહનો દોર શરૂ થયો. બંને પક્ષો મક્કમ હતા. ૧૯૦૮માં ગાંધીજીને પરવાના વિના ટ્રાન્સવાલમાં પ્રવેશવા બદલ જ ેલભેગા કરવામાં આવ્યા. છતાં તેમણે પોતાના સાથીદારોને મક્કમ રહીને લડત ચાલુ રાખવા જણાવ્યું. આ કાર્ટૂનમાં બે પક્ષો રસ્સાકશી કરતાં બતાવાયા છે, જ ેમાં એક પક્ષે જનરલ સ્મટ્સ અને ફે રાર છે અને સામા પક્ષે ગાંધી તેમ જ તેમના સાથીઓ છે. આ કાર્ટૂનમાં ગાંધીનો પોષાક ખાસ ધ્યાન ખેંચે એવો છે. आंदोलन के परिणामस्वरूप ट्रान्सवाल सरकार ने तत्कालीन कानून के स्थान पर जो नया आव्रजन विधेयक बनाया, उससे गांधीजी को बहुत निराशा हुई| उन्होंने कहा कि नया विधेयक पुराने कानून से भी ज़्यादा ख़राब है और सरकार के साथ उन्होंने जिस अस्थायी समझौते के लिए बात-चित की थी, यह विधेयक उस के अनुरूप बिलकुल ही नहीं है| उन्होंने यह भी कहा: “इस विधेयक से हमारा संदेह पुष्ट हो गया है कि सरकार अपना हृदय नहीं बदलेगी; वह उन लोगों को भी हानि पहुँचाना चाहती है जिन्होंने संघ-अधिकारों की प्रस्थापना की है| वह ठीक या गलत, किसी भी तरीके से, हमें बरबाद कर देना चाहती है|” उन्होंने इसलिए शांतिपूर्ण प्रतिरोध का आन्दोलन फिर शुरू करने का निश्चय कर लिया| (પુસ્તકમાંથી) આંદોલનની અસર થઈ, અને ટ્રાન્સવાલની સરકારે નવો ખરડો પસાર કર્યો. પણ તે અગાઉના કાનૂન કરતાં વધુ ખરાબ હતો એમ મોહનદાસને લાગ્યું. સરકાર સાથે પોતે કરે લી વાટાઘાટો સાવ નિષ્ફળ ગઈ છે એમ તેમને લાગ્યું. સાથે એ બાબતની પણ તેમને ખાતરી થઈ કે સરકારનું હૃદયપરિવર્તન થાય એવી સંભાવના નહીંવત્ છે. અહીં જ ેલમાં પુરાયેલા ગાંધી સરકાર પાસે વધુ રાહતો માંગતા દર્શાવાયા છે. જનમતરૂપી ફરિશ્તો તેમની સાથે છે એમ દર્શાવાયું હોય એમ જણાય છે. કાર્ટૂનમાં જ ે પ્રસંગ અને ગાંધીજી દ્વારા બોલાતા વાક્યનો જ ે સંદર્ભ છે તે ચાર્લ્સ ડીકન્સની બહુખ્યાત નવલ ‘ઓલીવર ટ્વીસ્ટ’નો છે. [વધુ આવતા અંકે] Email : birenkamini@yahoo.com 

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

135


કોમી ત્રિકોણ – ૬

નિમિત્ત

પ્યારે લાલ ગયા અંકમાં આપણે જાણ્યું કે ગાંધીજી લીગની સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પકિસ્તાનની માગણી કબૂલ રાખવાના છે એવા ભયથી દોરવાઈને પંજાબમાં શીખોએ શીખિસ્તાન નામે અલગ રાજ્યની માગણી કરી. મુંબઈના પોલીસ સત્તાવાળાઓએ જોકે એને સિફતપૂર્વક દાબી દીધી પરં તુ પાકિસ્તાન મામલે ગાંધીજી અને ઝીણા વચ્ચે સિલસિલાબંધ વાટાઘાટો આરં ભાઈ (સપ્ટેમ્બર ૧૯૪૪). નવમી સપ્ટેમ્બરથી લઈને ઓગણત્રીસમી સપ્ટેમ્બર સુધી આ વાટાઘાટો ચાલી. સાવ સરળીકરણ કરતા સારરૂપે કહી શકાય કે ઝીણાની માગણી પાકિસ્તાન અને હિંદુસ્તાન, બંને માટે સ્વતંત્રતા મેળવવાની રહી જ્યારે ગાંધીજીના ૧૮૯૯ • ૧૯૮૨ મતે, એ બંનેનો આંતરિક મામલો હોઈ હિંદના ભાગલા પાડવાને બ્રિટિશરોને કહે વું જોઈએ નહીં, અને એથી આગળ વધીને બ્રિટિશરો અહીં હોય ત્યાં સુધી એ સંભવી શકે નહીં. આ વાટાઘાટો દરમિયાન બંને વચ્ચે પત્રવ્યવહારે ય ચાલ્યો, પણ વાટાઘાટો અને પત્રવ્યવહાર વચ્ચે ક્યારે ય મેળ ન સધાયો. વાટાઘાટો પૂર્ણ થતાં ગાંધીજીને પૂછવામાં આવ્યું, ‘ઝીણા પાસેથી તમે કશું લાવ્યા કે?’, તેમણે ટૂંકમાં જવાબ આપ્યો, ‘માત્ર ફૂલો’. પછીથી રાજાજી સાથે તેમણે સઘળી વાટાઘાટોની ચર્ચા કરી જ ે ‘અતિશય નિરાશાજનક’ હતી. હવે આગળ. …

હિં દુ-મુસ્લિમ એકતા પોતાના જીવનનું ધ્યેય હોઈ, સ્થાપવા માટે ઉપાયો ખોળવાનો” પ્રયાસ કરવાને હંુ

એ ભૂમિકાને આધારે ગાંધીજીએ વાટાઘાટોનો આરં ભ કર્યો હતો. એટલે, મુસલમાનો ઇચ્છે તો, લાહોરના ઠરાવમાં રજૂ કરવામાં આવેલી મુસ્લિમ લીગની માગણી તત્ત્વતઃ સ્વીકારી લેવાને તેઓ તૈયાર હતા. એટલે કે, મુસલમાનો બહુમતીમાં હોય તે પ્રદેશોને અંગે આત્મનિર્ણયનો સિદ્ધાંત માન્ય રાખવાને તેઓ તૈયાર હતા. પણ આત્મનિર્ણયના સિદ્ધાંતનો સ્વતંત્રતાના અભાવની સ્થિતિમાં અમલ ન થઈ શકે એ ઉઘાડુ ં હતું. એટલા માટે, લીગે તથા હિં દના બીજા બધા પક્ષો અને સમૂહોએ સહિયારા પ્રયાસ દ્વારા પ્રથમ સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને એકત્ર થવાને સંમત થવું જોઈએ, એમ તેઓ માગતા હતા. ઝીણાએ કહ્યું કે, “આ તો અવળી વાત છે.” સ્વતંત્રતા મેળવવા માટે સંયુક્ત પગલું, લીગ સાથે સમાધાન પછી ભરી શકાય, તે પહે લાં નહીં. ગાંધીજીએ કહ્યું કે, આપણે ત્રીજા પક્ષને હાંકી કાઢીએ તે સિવાય, આપણે માંહોમાંહે શાંતિથી રહી શકવાના નથી, પરં તુ “આપણી વચ્ચે જીવંત શાંતિ 136

સદાયે તત્પર છુ .ં એટલા માટે તો રાજાજીની યોજનાને મેં મારી સંમતિ આપી છે. લાહોરના ઠરાવમાં રજૂ કરવામાં આવેલી માગણીનું સારતત્ત્વ એમાં આવી જાય છે તથા તેને એ મૂર્ત સ્વરૂપ પણ આપે છે. ઝીણાએ વાંધો ઉઠાવ્યો. રાજાજીની યોજના પ્રમાણે, મુસ્લિમ લીગ અવિભક્ત હિં દને ધોરણે સ્વતંત્રતાની માગણી મંજૂર રાખે એ આવશ્યક છે. ગાંધીજીએ ખુલાસો કર્યો કે, એ યોજના અવિભક્ત હિં દને ધોરણે ઘડવામાં આવી નથી. “આપણે સમજૂ તી પર આવીએ… અને સંયુક્ત પ્રયાસ દ્વારા આજ ે છે તેવા હિં દ માટે સ્વતંત્રતા મેળવીએ, તો આઝાદ હિં દ, લાગતાવળગતા લોકો ભાગલા માટે મત આપે તો, સરહદ બાંધવી, લોકમત લેવો તથા ભાગલા પાડવા વગેરે કામો હાથ ધરશે.” એ વસ્તુતઃ આત્મનિર્ણય નથી શું? રાજાજીની યોજના એ બાબતમાં ક્યાં આગળ ઊણી પડતી હતી, તે ઝીણા બતાવવા લાગ્યા. પ્રદેશોની હદ બાંધવા માટે પંચ કોણ નીમશે તથા [ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


પ્રસ્તુત યોજનામાં કલ્પવામાં આવેલા લોકમત તથા મતાધિકારનું સ્વરૂપ કોણ નક્કી કરશે? લોકમતના નિર્ણયનો અમલ કોણ કરશે? ગાંધીજીૹ “કામચલાઉ વચગાળાની સરકાર, સિવાય કે, અત્યારે આપણે એનો નિર્ણય કરી લઈએ.” ઝીણાએ પૂછ્યુંૹ કામચલાઉ રાષ્ટ્રીય સરકાર કયે ધોરણે રચવામાં આવશે? ગાંધીજીએ જવાબ આપ્યો, એ તો કૉંગ્રેસ અને લીગે સમજૂ તીથી નક્કી કરવું જોઈશે. કોઈક ધોરણ બાબતમાં તે બંને સંમત થાય, પછી સ્વાભાવિક રીતે જ, બીજા પક્ષો સાથે તેમણે સલાહ-મસલત કરવી જોઈશે. ઝીણાને એથી સંતોષ ન થયો. તેમને તો ગાંધીજી પાસેથી એની કંઈક રૂપરે ખા જોઈતી હતી. તેમણે કહ્યું, એ આપની યોજના છે એટલે એ સંબંધમાં આપે એનો વિચાર કર્યો જ હશે. ગાંધીજીએ કહ્યું કે, મારી પાસે તો એની એવી કશી રૂપરે ખા નથી. પણ લાહોરના ઠરાવને અનુષંગીને તમારી પાસે એવી કંઈ રૂપરે ખા હોય તો, આપણે તેની ચર્ચા કરી શકીએ. “મારા ધારવા પ્રમાણે એ ઠરાવ અનુસાર પણ વચગાળાની સરકાર આવશ્યક છે.” એ ઉપરથી તેઓ લાહોરના ઠરાવની વાત પર આવ્યા. લાહોરના ઠરાવમાં રજૂ કરવામાં આવેલી માગણી, રાજાજીની યોજનામાં તત્ત્વતઃ માન્ય રાખવામાં આવી છે, એમ ગાંધીજીએ કહ્યું જ છે, તો પછી તેઓ લાહોરના ઠરાવનો સ્વીકાર શાને નથી કરતા? ગાંધીજીએ પોતાની મુશ્કેલી જણાવી. લાહોરનો ઠરાવ અસ્પષ્ટ અને અચોક્કસ છે. એમાં “પાકિસ્તાન” શબ્દ નથી તેમ જ “દ્વિરાષ્ટ્ર”ના સિદ્ધાંતનો ઉલ્લેખ પણ એમાં નથી. લીગની પાકિસ્તાનની માગણીનો પાયો ધાર્મિક હોય તો, દુનિયાભરના મુસલમાનોની नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

એક જ જમાત હોવાથી, ઇસ્લામ ધર્મ પાળનારા સઘળા લોકોનું એકીકરણ તેનું અંતિમ લક્ષ્ય છે? અથવા પાકિસ્તાન માત્ર હિં દના મુસલમાનો પૂરતું જ સીમિત હોય તો, હિં દનો મુસલમાન, એક ધર્મની વાત બાદ કરતાં, બીજા હિં દીથી કઈ રીતે જુ દો પડે, તે સમજાવવા ગાંધીજીએ ઝીણાને સૂચવ્યું. તે એક તુર્ક થી કે આરબથી જુ દો પડે છે ખરો? ઝીણાએ જવાબ આપ્યો કે, દુનિયાભરના મુસલમાનોનું એકીકરણ કરવાની વાત તો તૂત છે. “પાકિસ્તાન” શબ્દ લાહોરના ઠરાવમાં નથી તથા તેમણે પોતે કે લીગે અસલ અર્થમાં એ શબ્દનો ઉપયોગ કર્યો નથી, એ વાત તેમણે કબૂલ કરી. “પરં તુ એ શબ્દ હવે લાહોરના ઠરાવનો પર્યાયવાચક બની ગયો છે.  … અમે માનીએ છીએ અને કહીએ છીએ કે, રાષ્ટ્રની કોઈ પણ વ્યાખ્યા કે કસોટીથી કસી જોતાં, મુસલમાનો અને હિં દુઓ બે વિશાળ રાષ્ટ્રો છે.” મુસલમાનો ‘તેમની નિરાળી સંસ્કૃતિ અને સભ્યતા, ભાષા અને સાહિત્ય, કળા અને સ્થાપત્ય, નામો અને નામાભિધાનપદ્ધતિ, જીવનનાં મૂલ્યોની તથા પ્રમાણની દૃષ્ટિ, કાયદા અને નીતિનિયમો, રૂઢિ અને પંચાંગ, ઇતિહાસ અને પરં પરા” વગેરે અનુસાર અલગ રાષ્ટ્ર છે અને તેથી તેઓ પોતાના વતનમાં અલગ સાર્વભૌમ હસ્તીના અધિકારી છે. આ બધાં જ વિધાનો હકીકતથી વિરુદ્ધ હતાં અથવા બહુ બહુ તો અર્ધ-સત્યો હતાં. “મુસલમાનોની ભાષા” ઉર્દૂ, તેમની સંસ્કૃતિ, કળા, સ્થાપત્ય વગેરે બધું સમન્વયની પેદાશ હતી. પૂર્વ બંગાળના મુસલમાનો માત્ર બંગાળી જ સમજી અને બોલી શકતા હતા; દક્ષિણ હિં દમાં તામિલ, તેલુગુ અથવા મલયાલમ. બિહારનાં ગામડાંઓમાં પહે રવેશ ઉપરથી મુસલમાન સ્ત્રીને હિં દુ સ્ત્રીથી નિરાળી પાડવાનું અશક્ય હતું. તેમની કેટલીક રૂઢિઓ સુધ્ધાં એકસરખી પ્રક્રિયાની સાખ પૂરે છે. હિં દુ નામધારી મુસલમાનોના તથા હિં દુ 137


ધર્મ બદલીને મુસલમાન ધર્મ અંગીકાર કરનારાઓએ પંડિત, રાય, ચૌધરી, મજુ મદાર વગેરે હિં દુ અટકો ચાલુ રાખ્યાના, જોઈએ તેટલા દાખલાઓ આપી શકાય એમ છે. ગાંધીજીએ વાંધો ઉઠાવતા કહ્યું, “કેવળ આ કે તે ઠોકી ઠોકીને કહ્યા કરવું, એ કંઈ સાબિતી ન કહે વાય.” ઝીણાએ એકબે ચોપડીઓ વાંચવાની ગાંધીજીને ભલામણ કરી. એમાંની એક મુસ્લિમ લીગના આલિમે લખેલી હતી. ગાંધીજીએ મહે નત લઈને તથા સહૃદતાપૂર્વક તેમનો અભ્યાસ કર્યો. પણ તેમને એમાંથી કશું ન મળ્યું. “તેમાં અર્ધ-સત્યો ભરે લાં છે અને તેનાં તારવવામાં આવેલાં નિર્ણયો અથવા અનુમાનો નિરાધાર છે.” તેમણે ઝીણાને પૂછ્યું, લીગના ઠરાવમાં સમાવેશ કરવામાં આવેલા વિસ્તારોમાં વસતા લોકો, ભાગલાની બાબતમાં કશું કહી શકે ખરા કે, અને તેઓ જો એમાં કશું કહી શકતા હોય તો, તેમનો અભિપ્રાય જાણવો કેવી રીતે? ઝીણાૹ “અમે માગીએ છીએ તે આત્મનિર્ણયનો હક જ, અમે રાષ્ટ્ર છીએ એ હકીકત સ્વીકારી લઈને ચાલે છે, અને એ રીતે, એ મુસલમાનોનો આત્મનિર્ણય હશે, અને એ હક ભોગવવાને તે એકલા જ અધિકારી છે.” જ ે મુસલમાનોએ લીગની નીતિ સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે, તેમનું શું? તેમની શંકાનું નિવારણ ન કરવું ઘટે? કે પછી, વસ્તુતાએ તેમનો મતાધિકાર જ લઈ લેવો? “મુસ્લિમ લીગ, હિં દના મુસલમાનોની એકમાત્ર પ્રમાણભૂત અને તેમનું પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા છે.” બસ, વાત પતી ગઈ. ભાગલા પાડવા થકી, તેમણે કલ્પેલાં “સ્વતંત્ર રાજ્યો”ને ભૌતિક રીતે તેમ જ બીજી રીતે કેવી રીતે લાભ થશે, એનો તથા એ સ્વતંત્ર 138

રાજ્યો તેમને પોતાને તેમ જ બાકીના હિં દને જોખમરૂપ તો ન થઈ પડે, એનો વિચાર કરવાને ગાંધીજીએ ઝીણાને આજીજી કરી. ઝીણાનો એક જ અફર જવાબ હતો કે, હિં દના કોયડાનો એ જ એકમાત્ર ઉકેલ છે તથા હિં દે પોતાની સ્વતંત્રતા માટે એ કિંમત ચૂકવવી જોઈશે. અત્યાર સુધી પાકિસ્તાનને બુરખાથી સારી પેઠ ે ઢાંકી રાખવામાં આવ્યું હતું. હવે પહે લી જ વાર તેનું સ્વરૂપ છતું કરવામાં આવ્યું, અને તેની આકૃતિ બહુ આકર્ષક નહોતી લાગતી! તેમની વાટાઘાટોના પહે લા અઠવાડિયાને અંતે ૧૫મી સપ્ટેમ્બરે , ગાંધીજીએ ઝીણાને લખ્યું કે, “આપણી વાટાઘાટો આગળ વધે છે તેમ તેમ તમે આલેખેલું ચિત્ર મને વધુ ને વધુ બિહામણું લાગતું જાય છે. (લાહોરના) ઠરાવના અમલની હં ુ કલ્પના કરું છુ ં ત્યારે , આખા હિં દની ખાનાખરાબી સિવાય બીજુ ં કશું મને દેખાતું નથી.” એ પછીની ચર્ચા, ઝીણાને પક્ષે, વધારે ને વધારે કડવાશભરી થતી ગઈ. હં ુ જોકે, કોઈનોયે પ્રતિનિધિ નથી, તેમ છતાં, “સઘળા ભારતવાસીઓનો પ્રતિનિધિ બનવાને હં ુ ઝંખી રહ્યો છુ .ં ” કેમ કે, “ન્યાતજાત, વર્ગ કે ધર્મના કશા ભેદ વિના, તે સૌ એકસરખી રીતે, જ ે વિપતો અને અવનતિ ભોગવી રહ્યાં છે” તેનો હં ુ પોતે સાક્ષાત્ અનુભવ કરી રહ્યો છુ ,ં એવા ગાંધીજીના કથન સામે પણ તેમણે વાંધો ઉઠાવ્યો. કાયદે-આઝમને માટે એ વસમી વાત હતી. ગાંધીજી “મહાપુરુષ” છે, હિં દુઓ ઉપર, “ખાસ કરીને હિં દુ આમજનતા” ઉપર, તેમનો જબરદસ્ત પ્રભાવ છે, એટલું કબૂલ કરવા સુધી તેઓ તૈયાર હતા, પરં તુ સઘળા ભારતવાસીઓના પ્રતિનિધિ બનવાને તેઓ ઝંખે છે, એવું તેમનું કથન, તે સ્વીકારી શકે એમ નહોતું. “કેવળ હિં દુઓ સિવાય બીજા કોઈનું પ્રતિનિધિત્વ આપ ધરાવતા નથી, એ તો બિલકુ લ સ્પષ્ટ છે, અને આપ આપની સાચી સ્થિતિ સમજો [ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


નહીં ત્યાં સુધી… આપની સાથે દલીલોમાં ઊતરવાનું મારે માટે મુશ્કેલ છે.” ગાંધીજીએ પૂછ્યું, “હિં દની પ્રજાના સઘળા વિભાગોનો પ્રતિનિધિ બનવાને હં ુ ઝંખું છુ ,ં એ વસ્તુ તમે શાથી સ્વીકારી શકતા નથી? તમને એવી ઝંખના નથી? પ્રત્યેક હિં દીએ એવી ઝંખના સેવવી ન જોઈએ? એ આકાંક્ષા કદી સિદ્ધ નયે થાય, એ વળી જુ દી વાત.” લાહોરના ઠરાવમાં દર્શાવવામાં આવેલાં “ધોરણ તથા મૂળભૂત સિદ્ધાંતો”નો ગાંધીજીએ સ્વીકાર કરવો જોઈએ, એવો ઝીણાએ આગ્રહ રાખ્યો. ગાંધીજીએ તેમને જણાવ્યું, એ બિનજરૂરી નથી? કેમ કે, તે વાજબી અને વહે વારુ હોય એટલા પ્રમાણમાં, એવા સ્વીકારમાંથી ફલિત થતાં “નક્કર પરિણામ”નો તો મેં સ્વીકાર કર્યો જ છે. “તમે માગો છો એ રીતે તો, લાહોરના ઠરાવનો સ્વીકાર હં ુ ન કરી શકું. ખાસ કરીને, હં ુ જ ેનો સ્વીકાર ન કરી શકું તથા જ ે સ્વીકારવાને હિં દને સમજાવવાની હં ુ કદી પણ આશા રાખી ન શકું, એવા સિદ્ધાંતો અને દાવાઓ મજકૂ ર ઠરાવનો અર્થ ઘટાવવામાં દાખલ કરવાનું તમે તાકતા હોવાથી.” છેલ્લે ગાંધીજીએ આજીજીપૂર્વક કહ્યું, “ ‘દ્વિરાષ્ટ્ર’ના સવાલની બાબતમાં આપણો મતભેદ આપણે કબૂલ રાખીએ અને તેમ છતાં, આત્મનિર્ણયને ધોરણે એ કોયડો ઉકેલી ન શકીએ?” આ દરખાસ્તનો પાયો એ હતો કે, હિં દને બે કે વધુ રાષ્ટ્ર (નેશન)ના વતન (હોમ) તરીકે ન લેખતાં, અનેક સભ્યોના બનેલા એક કુ ટુબ ં તરીકે લેખવું. એ કુ ટુબ ં ના સભ્યો પૈકી એક સભ્ય, એટલે કે, અમુક ભાગોમાં ચોખ્ખો બહુમતીમાં વસતા મુસલમાનો, બાકીના હિં દથી જુ દા પડીને રહે વા માગે છે. “મુસલમાનોની બહુમતીવાળા વિસ્તારોને લાહોરના ઠરાવ અનુસાર અલગ પાડવાના હોય, તો જુ દા પડવાની માગણીની એ ગંભીર દરખાસ્ત, તે नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

ગાંધીજી એને ‘‘બે ભાઈઓ વચ્ચેની વહેં ચણી’’કહે તા

હતા. એક જ કુ ટં ુ બનાં ફરજંદો, ધર્મપલટાને કારણે

એકબીજાથી અસંતુષ્ટ બનીને, જુ દાં થવાને ઇચ્છે

તો તેમ કરી શકે છે, પરંતુ એ અંદર અંદરનું જુ દા થવાનું હોય, આખી દુનિયાની નજરનું જુ દા

પડવાનું ન હોય. ‘‘બે ભાઈઓ જુ દા રહે છે ત્યારે,

તેઓ દુનિયાની નજરે એકબીજાના દુશ્મન નથી

બનતા. દુનિયા તો હજી તેમને ભાઈઓ તરીકે જ લેખશે’’

વિસ્તારોમાં વસતા લોકો આગળ મૂકવી જોઈએ અને એને વિશે તેમની મંજૂરી મેળવવી જોઈએ.” “દ્વિરાષ્ટ્ર”ના સિદ્ધાંતના મુસ્લિમ લીગે રજૂ કરે લા સામાન્ય ધોરણની બાબતમાં ગાંધીજી સંમત નહોતા, તેમ છતાં, તેમણે કહ્યું કે, એ વિસ્તારોનો અલગ થવાનો દાવો સ્વીકારી લેવાને કૉંગ્રેસને તથા દેશને તેઓ ભલામણ કરી શકશે. એ ભાગોમાં વસતા સઘળા પુખ્ત વયના લોકોની બહુમતી, જુ દા થવાની તરફે ણમાં મત આપે તો, હિં દ સ્વતંત્ર થતાંવેંત, એ વિભાગોનું અલગ રાજ્ય રચવામાં આવે. ગાંધીજી એને “બે ભાઈઓ વચ્ચેની વહેં ચણી” કહે તા હતા. એક જ કુ ટુબ ં નાં ફરજંદો, ધર્મપલટાને કારણે એકબીજાથી અસંતુષ્ટ બનીને, જુ દાં થવાને ઇચ્છે તો તેમ કરી શકે છે, પરં તુ એ અંદર અંદરનું જુ દા થવાનું હોય, આખી દુનિયાની નજરનું જુ દા પડવાનું ન હોય. “બે ભાઈઓ જુ દા રહે છે ત્યારે , તેઓ દુનિયાની નજરે એકબીજાના દુશ્મન નથી બનતા. દુનિયા તો હજી તેમને ભાઈઓ તરીકે જ લેખશે.” એટલે, બે ભાગો જુ દા પડીને રહે વા ઇચ્છે તો, જુ દા પડવાના કરારમાં સંરક્ષણ, વિદેશ સાથેના 139


હિં દ નથી — જુદા પડવાની કે અલગ પડવાની બાબત    નથી.” ગાંધીજીએ ૧૫મી સપ્ટેમ્બરે ઝીણાને આ પ્રમાણે લખ્યુંૹ “ધર્મપલટો કરનારાઓ તથા તેમના વંશવારસોનો એક સમૂહ, તેના મૂળ વંશવેલાથી નિરાળી રીતે, એક રાષ્ટ્ર હોવાનો દાવો કરે , એવો દાખલો ઇતિહાસમાં મને જોવા મળતો નથી. ઇસ્લામના આગમન પહે લાં હિં દ એક રાષ્ટ્ર હતું તો, તેનાં ફરજંદોનો એક મોટો સમૂહ, પોતાનો ધર્મ બદલે તેમ છતાં, તે એક રાષ્ટ્ર જ રહે વું જોઈએ. રાષ્ટ્રત્વ માટે તમે એક નવી કસોટી દાખલ કરી લાગે છે. હં ુ જો એનો સ્વીકાર કરું તો પછી મારે બીજા અનેક દાવાઓ સ્વીકારવાના આવે અને પરિણામે ન ઉકેલી શકાય એવો કોયડો પેદા થાય.” લાહોરના ઠરાવ અનુસાર, સંરક્ષણ અને એવી બીજી “ઉભયને સ્પર્શતી” બાબતો વિશે તમે શી જોગવાઈઓ કરવાનું વિચારો છો, એવા ગાંધીજીના સવાલના જવાબમાં તેમણે જણાવ્યુંૹ “પાકિસ્તાન તથા હિં દુસ્તાન એ બે અલગ સ્વતંત્ર સાર્વભૌમ રાજ્યો બનશે, એ વાત માન્ય રાખવામાં આવે પછી સંરક્ષણ અને એવી બીજી ‘ઉભયને સ્પર્શતી’ બાબતો હોઈ શકે નહીં;” સિવાય કે, એ બે વચ્ચે કરાર દ્વારા કંઈક ગોઠવણ કરવામાં આવે.

સંબંધો, આંતરિક સંપર્ક-વ્યવસ્થા, જકાત, વેપાર અને એવી એવી બીજી ઉભયને સ્પર્શતી બાબતોના કાર્યદક્ષ અને સંતોષકારક વહીવટ માટેની તેમ જ બંને રાજ્યોની લઘુમતીઓના હકોના રક્ષણ માટેની શરતોની જોગવાઈ કરવી જોઈએ. ઉપર્યુક્ત સમજૂ તીનો કરાર કૉંગ્રેસ તથા લીગ માન્ય કરે કે તરત જ, એ બંને સંસ્થાઓ સ્વતંત્રતા મેળવવા માટે સર્વસાધારણ કાર્યક્રમ ઘડી કાઢે. આમ છતાં, કૉંગ્રેસ કોઈ પણ પ્રકારનાં સીધાં પગલાં ભરે , અને લીગ તેમાં ભાગ લેવાને ન ઇચ્છે તો, તે તેમાંથી મુક્ત રહી શકે છે. પરં તુ ઝીણાને તો, ભાગલા જ ેમને સ્પર્શે તે સઘળા લોકોના મત લઈને ભાગલાનો નિર્ણય કરવામાં આવે તે નહોતું જોઈતુંૹ તેમને તો એ મુદ્દાનો નિર્ણય, કેવળ મુસલમાનો પૂરતો જ “આત્મનિર્ણય”ને ધોરણે થાય એ જોઈતું હતું. “અમે તો એક રાષ્ટ્ર તરીકે આત્મનિર્ણયના હકનો દાવો કરીએ છીએ.  … ‘આત્મનિર્ણય’ એટલે ‘પ્રાદેશિક ઘટક’નો જ આત્મનિર્ણય, એવો અર્થ કરવામાં આપ ખોટા ખ્યાલથી દોરવાઓ છો.  … આપણી બાબત તો હિં દુ અને મુસલમાન એ બે પ્રધાન રાષ્ટ્રો વચ્ચે સમજૂ તી દ્વારા ભાગલા પાડીને બે અલગ સાર્વભૌમ રાજ્યો નિર્માણ કરવાની છે, कोई मोजूद राज्यसंघमांथी — જ ે

[ પૂર્ણાહુતિ, ભાગૹ ૧માંથી, ક્રમશઃ]

આઝાદી, ભાગલા અને ગાંધીજીનાં અંતિમ વર્ષોની વ્યથા આલેખતાં અન્ય કે ટલાંક પુસ્તકો

બિહાર પછી દિલ્હી મનુબહે ન ગાંધી _250 દિલ્હીમાં ગાંધીજી (ભા.૧, ૨) મનુબહે ન ગાંધી _500 મહાત્મા ગાંધી, કાૅંગ્રેસ અને _100 હિંદુસ્તાનના ભાગલા દેવચંદ્ર ઝા, અનુ. અશોક ભ. ભટ્ટ મધરાતે આઝાદી યાને ગાંધીજીની હત્યાની કહાણી લેરી કોલિન્સ અને _100 ડોમિનિક લાપિયેર, સં. અનુ. ગોપાળદાસ પટેલ

140

[ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ દરમિયાનના દિવસોની ગાંધીજીની રોજબરોજની ચર્યા પછી ભારતમાં આ સૌપ્રથમ એવો માસ હતો કે જ ેણે તેમને એ દિવસોની ઘનિષ્ટ યાદ અપાવી. ન કેવળ યાદ અપાવી, મગનલાલ ગાંધીને પત્રમાં લખી જણાવ્યું કે ‘ચંપારણની સ્થિતિ “ફીજી અને નાતાલ કરતાં પણ ખરાબ” છે.’ આ માસે જ તેઓ સૌપ્રથમ વખત મોતીહારી (ચંપારણ) પહોંચ્યા. ગળી કામદારોની સ્થિતિની જાતતપાસ માટે સ્થાનિક સરકારનો સહકાર મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી, પણ સરકાર દ્વારા સહકારને બદલે ગાંધીજીને મળી શકતી પહે લી ગાડીએ ચંપારણ જિલ્લો છોડી જવાની નોટિસ ફટકારવામાં આવી. એ પછી ગાંધીજી દ્વારા તેનો અનાદર કરવાનો નિર્ણય જણાવતો પત્ર લખી મોકલવો, ઉપરાંતમાં પોતાને મળેલો કૈસરે -હિંદનો ચંદ્રક(૧૯૧૫) પરત કરવાનો નિર્ણય કરતો પત્ર પણ પાઠવવો, આમ કરવા બદલ પોતે અદાલતમાં હાજર થવું અને છેવટે ગાંધીજીની વિરુદ્ધની કાર્યવાહી પાછી ખેંચી લેવાનો હુકમ નીકળવો અને ગાંધીજીની પોતાની રાહે તપાસ દરમિયાન બધી સગવડ પૂરી પાડવાનો આદેશ થવો. … આમ, આ ઘણા ચઢાવઉતાર સાથેનું આખું ચિત્રપટ ભજવાઈ જવા જ ેટલી ઘટમાળ આ માસે સર્જાઈ. ચંપારણમાં પોતાની રીતે તપાસની કામગીરી કરવા છૂટ આપવા બદલ ગાંધીજીએ બિહાર અને ઓરિસ્સાના લેફ્ટનન્ટ ગવર્નરનો આભાર માનતો પત્ર લખ્યો અને વર્તમાનપત્રોમાં નિવેદન પણ પ્રકટ કર્યું. …

એપ્રિલ1 ૧૯૧૭ ૧થી ૨ [અમદાવાદ].1 ૩ અમદાવાદ ૪થી ૫ મુંબઈ. ૬ રસ્તામાં ૭થી ૮ કલકત્તા. ૯ કલકત્તાૹ ઑ. ઈ. કૉ. ક.ની બેઠકમાં હાજર. ૧૦ પટણા આવ્યા, ખેતમજૂ રોની સ્થિતિની તપાસ કરવા.  ઉતારા અંગે રાજ ેન્દ્રબાબુને ઘેર ગયા, પણ એ બહારગામ હતા. નોકરે ગાંધીજીને ઓળખ્યા નહીં અને સામાન્ય અસીલ ગણી કાઢ્યા. ગાંધીજીના વિલાયતના સહાધ્યાયી બેરિસ્ટર અઝહર-ઉલ-હકને ખબર પડતાં એ પોતાના ઘેર લઈ ગયા. મુઝફ્ફરપુરઃ રાત્રે આવ્યા; સરકારી કૉલેજના પ્રોફે સર કૃ પાલાની સ્ટેશને લેવા ગયા; રાત 1. ‘નવજીવન અને સત્ય’ના ૧૯૧૭ એપ્રિલના અંકમાં જણાવ્યું છે કે ગાંધીજી અને પોલક પતિ-પત્ની, અમદાવાદમાં શાહપુરમાં આવેલી કાગદીવાડની મુલાકાતે ગયાં હતાં. ચોક્કસ તારીખ મળી શકી નથી.

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૭]

છાત્રાલયમાં ગાળી. ૧૧ મુઝફ્ફરપુરૹ ઉતારો ગયાપ્રસાદ સિંગને ઘેર. ગળી-ખેતરોનો માલિક મંડળના મંત્રી વિલ્સનને મળ્યા. ૧૨ મુઝફ્ફરપુરૹ તિરહટ જિલ્લાના કમિશનર મોરશીડને પત્ર લખ્યો— પોતાના આવવાનો હે તુ જણાવ્યો, સરકાર તરફથી સહકાર મળવાની આશા દર્શાવી અને એમની મુલાકાત માગી. ૧૩ મુઝફ્ફરપુરૹ મોરશીડને મળ્યા. ૧૪ મુઝફ્ફરપુર. ૧૫ મુઝફ્ફરપુર. મોતીહારી. ૧૬ મોતીહારીૹ જસૌલી પટ્ટી નામના ગામડે જવા માટે સવારે નવ વાગ્યે હાથી ઉપર નીકળ્યા. આશરે નવ માઈલ ગયા હશે ત્યાં ચંદ્રાહિયા નામના ગામડે, પાછળથી મારતી સાઈકલે આવતા એક પોલીસે આવીને કહ્યું કે ક્લેક્ટર તમને બોલાવે છે. ગાંધીજીએ એમને વાહનની ગોઠવણ કરવા કહ્યું, કારણ કે એમના 

141


સાથીદારો હાથી ઉપર આગળ જવાનું ચાલુ રાખવાના હતા. બળદગાડી લાવવામાં આવી. એમાં, અને પછી ઘોડાગાડીમાં મોતીહારી પાછા ફર્યા. રસ્તામાં એમના ઉપર નોટિસ બજાવવામાં આવી કે ચંપારણમાં (બિહારનો એક જિલ્લો) જશો નહીં અને તુરત જ ટ્રેનમાં પાછા જાવ. ગાંધીજીએ હુકમ માનવા ના પાડી અને કહ્યું કે પકડાવા તૈયાર છુ 1ં ૧૭ મોતીહારીૹ સરકારી અધિકારીઓને ખબર આપી કે હં ુ અમુક અમુક ગામડાંની મુલાકાત

ન્યાયાધીશે સાંજના ત્રણ વાગ્યા સુધી કેસ મુલતવી રાખ્યો, પછી ૨૧મીની મુદત નાંખી. રાત્રે, પોતાને સજા થાય તો શું કરવું એની ચર્ચા કરી. રાજ ેન્દ્રબાબુ હાજર હતા.3 ૧૯ મોતીહારી. ૨૦ મોતીહારીૹ રાત્રે સાત વાગ્યે સમાચાર આવ્યા કે સરકારે કેસ પાછો ખેંચી લીધો છે. ૨૧ મોતીહારીૹ કેસ પાછો ખેંચાયો. ૨૨ મોતીહારીૹ કેસ પાછો ખેંચાયો. ૨૨4 મોતીહારી.  બેતિયા. ૨૩ બેતિયાૹ સરકારી અધિકારીની મુલાકાત લીધી. ૨૪ લૌકારીઆૹ રાત રહ્યા. ૨૫ બેતિયાૹ ચાલતા આવ્યા. ૨૬ સીંધા છાપરા.  બેતિયા. ૨૭ બેલવાૹ રાત રહ્યા. ૨૮ બેતિયા અને બીજાં ગામડાં. ૨૯ ગામડાં ૩૦ ગામડાં અને બેતિયા. 3. ગાંધીજીની અને રાજ ેન્દ્રબાબુની આ પહે લી મુલાકાત હતી. 4. આ માસના ‘ગુજરાતી ચિત્રમય જગત’માં ‘અનાથ આશ્રમ વિશે બે બોલ’ નામનો ગાંધીજીનો લેખ છપાયો. 

લેવાનો છુ .ં  સબ ડિવિઝનલ ઑફિસર સમક્ષ, તા. ૧૮મી એ હાજર થવાની નોટિસ

મળી.  પોતાને મળેલા કૈસરે હિં દનો ચાંદ, સરકારને પાછો મોકલી દેવા, અમદાવાદ, કાગળ લખ્યો.2 ૧૮ મોતીહારીૹ બપોરે કેસ ચાલ્યો. ગાંધીજીએ એકરાર કર્યો ‘હં ુ ગુનેગાર છુ .ં ’ અને એક નિવેદન કર્યું, બધું અરધા કલાકમાં પતી ગયું,

1. હિં દુસ્તાનમાં સત્યાગ્રહના ગણેશ અહીંથી મંડાયા. 2. તા. ૨૦મી એ અમદાવાદ આશ્રમમાંથી, વાઈસરૉયના રહસ્યમંત્રીને એ ચાંદ મોકલી આપવામાં આવ્યો. 

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા મે-જૂ ન, ૨૦૧૭

નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી ભરતભાઈ ભો. પટેલ,

પ્રકાશન વિભાગ,

શ્રી હિં મતલાલ ન. ભાવસાર,

•  જ.

બાઇન્ડિં ગ વિભાગ,

તા૦૭-૦૫-૫૫

શ્રી મણિલાલ મ. સોલંકી,

•  ૧૧-૦૫-૬૨ શ્રી વસંતભાઈ સુ. રાણા,

એસ્ટેટ વિભાગ,

•  ૦૧-૦૬-૬૮

બાઇન્ડિં ગ વિભાગ,

•  ૦૪-૦૬-૬૧

શ્રી મયૂરભાઈ જ. શાહ,

ફોટોકં પોઝ વિભાગ,

•  ૨૩-૦૫-૬૧ શ્રી વિનોદભાઈ ર. ભાવસાર,

શ્રી સુનિલભાઈ ર. પટેલ,

સ્ટોર વિભાગ,

•  ૦૧-૦૬-૬૧ શ્રી બાબુભાઈ બ. ચૌહાણ,

એસ્ટેટ વિભાગ,

•  ૨૦-૦૬-૬૮

•  ૦૧-૦૬-૫૬ શ્રી ઘનશ્યામભાઈ કાં. દવે,

ઓફસેટ વિભાગ,

•  ૨૫-૦૬-૬૦

સુશ્રી ભાણીબહે ન લ. રાઠોડ,

142

એસ્ટેટ વિભાગ,

ઓફસેટ વિભાગ,

•  ૧૫-૦૬-૬૧

[ એપ્રિલ ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


The Kingdom of God is within you નો ગુજરાતી અનુવાદ

વૈકુંઠ તારા હૃદયમાં છે ફોર કલર ટાઇટલ પેપરબેક બાઇન્ડિંગ સાઇઝ 5.5 x 8.5 પાનાં 192 ₹ 200.00

આવી ગયાં છે... બારિસ્ટર એમ. કે. ગાંધી પર પ્રભાવ પાડનાર બે પુસ્તકો એક સાથે અનુ. ચિત્તરંજન વોરા એમ. કે. ગાંધી

૧૮૬૯ • ૧૯૪૮

Unto this Last  નો ગુજરાતી અનુવાદ

અન્ટુ ધિસ લાસ્ટ ફોર કલર ટાઇટલ પેપરબેક બાઇન્ડિંગ સાઇઝ 5.5 x 8.5 પાનાં 168 ₹ 170.00

૧૪૩


સત્યાગ્રહાશ્રમ–સાબરમતીની શતાબ્દી (૧૭-૬-૧૯૧૭ • ૧૭-૬-૨૦૧૭) પ્રસંગે

૧૪૪


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.