Navajivanno Akshardeh Oct-Nov 2016 Kakasaheb Kalelkar Prastavana Visheshank

Page 1

વર્ષૹ ૦૪ અંકૹ ૧૦-૧૧ સળંગ અંકૹ ૪૨-૪૩ • ઑક્ટો.– નવેમ્બર ૨૦૧૬

છૂટક કિંમત ઃ _ 40

કાકાસાહે બ કાલેલકર (૧-૧૨-૧૮૮૫ • ૨૧-૮-૧૯૮૧)

પ્રસ્તાવના વિશેષાંક


વર્ષૹ ૦૪ અંકૹ ૧૦ – ૧૧ સળંગ અંકૹ ૪૨-૪૩ • ઑક્ટો.– નવેમ્બર ૨૦૧૬ છૂ ટક કિંમત ઃ _ 4૦

તંત્રી વિવેક દેસાઈ સંપાદક કેતન રૂપેરા પરામર્શક કપિલ રાવલ સાજસજ્જા અપૂર્વ આશર ભાષાશુદ્ધિ અશોક પંડ્યા આવરણ ૧ કાકાસાહે બના હસ્તાક્ષર 100 Tributes માંથી આવરણ ૩ કાલેલકર ગ્રંથાવલિ–૯ના એક પૃષ્ઠનો હિસ્સો વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) _ ૧૫૦૦/- (વિદેશમાં) પ્રતિભાવ/લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ ૦૭૯ – ૨૭૫૪૨૬૩૪

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

 સંપાદકીય. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૦૭

૧. અજાતશત્રુ લિંકન (લે. મણિભાઈ ભ. દેસાઈ) . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૦૯ ૨. અનાસક્તિ યોગ (ગાંધીજી અને કાકાસાહે બ કાલેલકર) . . . . . . . . . . . . . . . . . ૩૧૪ ૩. આત્મરચના અથવા આશ્રમી કેળવણી (લે. જુ ગતરામ દવે) . . . . . . . . . . . . . . ૩૧૭ ૪. आश्रम-भजनावलि (सं. कै. खरे शास्त्री, मो. क. गांधी और अन्य...). . . . . . . . . . . . ૩૨૧ ૫. આંખ સાચવવાની કળા (લે. ડૉ. ગોવિંદભાઈ પટેલ) . . . . . . . . . . . . . . . . . . . ૩૨૬ ૬. કેળવણીનો કોયડો. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૨૮ ૭. જીવનનું પરોઢ (લે. પ્રભુદાસ ગાંઘી). . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૩૩ ૮. ટૉલ્સ્ટૉયની ૨૩ વાર્તાઓ (અનુ. જિતેન્દ્ર દેસાઈ) . . . . . . . . . . . . . . . . . . . . . ૩૩૯ ૯. ત્યારે કરીશું શું? (લે. લિયો ટૉલ્સ્ટૉય, અનુ. નરહરિ પરીખ) . . . . . . . . . . . . . . ૩૪૩ ૧૦. મઝધાર (લે. હે લન કેલર, અનુ. વિઠ્ઠલદાસ કોઠારી). . . . . . . . . . . . . . . . . . . . ૩૪૭ ૧૧ મંગળપ્રભાત (લે. ગાંધીજી). . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૫૦ ૧૨. મારી જીવનકથા (લે. જુ ગતરામ દવે) . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૫૧ ૧૩. મારી જીવનકથા (લે. મામાસાહે બ ફડકે) . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૫૫ ૧૪. રવીન્દ્ર–સાૈરભ (સર્જકૹ રવીન્દ્રનાથ ટાગોર) . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૬૧ ૧૫. લે મિઝેરાબ્લ ઉર્ફે દરિદ્રનારાયણ (લે. વિક્ટર હ્યૂગો, અનુ. અને સંપાદનૹ ગોપાળદાસ જીવાભાઈ પટેલ). . . . . . . . . . . . . . . . . . . . . ૩૬૩ ૧૬. શર્કરાદ્વીપ મોરિશિયસ અને બીજા ટાપુઓ (લે. સરોજિની નાણાવટી) . . . . . . . . ૩૬૪ ૧૭. સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ (લે. મોહનદાસ કરમચંદ ગાંધી) . . . . . . . . . . . . . . ૩૬૯ ૧૮. સાર્થ ગૂજરાતી જોડણીકોશ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૭૬ ૧૯. હિં દ સ્વરાજ (લે. મોહનદાસ કરમચંદ ગાંધી). . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૮૫  ગાંધીવિચારનો પ્રસારૹ જનસામાન્યથી જ ેલ સુધી. . . . . . . . . . . . . . . . . . . . ૩૮૯  ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં (ચંદુલાલ ભગુભાઈ દલાલ). . . . . . . . . ૩૯૨

કાકાસાહે બ વિશે . . . પ્રભુદાસ ગાંધી . . . . . . . . . . . . . . . . ૩૧૩ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ . . . . . . . . . . . . . . . ૩૧૬ દિલખુશ બ. દિવાનજી . . . . . . . . . . . . . ૩૨૦ પં. સુખલાલજી . . . . . . . . . . . . . . . . ૩૨૫ તનસુખ ભટ્ટ . . . . . . . . . . . . . . . . . ૩૨૭ લીલાવતી મુનશી . . . . . . . . . . . . . . . ૩૩૮ કૃ ષ્ણલાલ શ્રીધરાણી . . . . . . . . . . . . . . ૩૫૪ મો. ક. ગાંધી. . . . . . . . . . . . . . . . . ૩૬૦ બબલભાઈ મહે તા . . . . . . . . . . . . . . . ૩૬૮ મહાદેવ દેસાઈ . . . . . . . . . . . . . . . . ૩૭૫ કિશોરલાલ મશરૂવાળા . . . . . . . . . . . . . ૩૮૪ ૩૦૬


અખૂટ જીવનરસની સંગતમાં સંપાદક

‘नवजीवनનો અક્ષરદેહ’નાં પાનાંઓમાં મો. ક. ગાંધી પછી સૌથી વધુ કોઈ નામ છપાયું-

છવાયેલું રહ્યું હોય તો એ કાકાસાહે બ કાલેલકર. એમાં આ સંપાદકનો કાકાનાં લખાણ પ્રત્યેનો ઝોક જો કેટલેક અંશે જવાબદાર હશે તો કાકાનાં વિવિધ અને વિપુલ લખાણનો ફાળોય ઓછો નહીં હોય, એ કહે વું જ રહ્યું. ગાંધીયુગીન સાહિત્યકારોમાં એ કદાચ વિરલ વ્યક્તિત્વ હતું જ ેનામાં ગાંધીજી અને ટાગોર, બંનેનાં વ્યક્તિત્વ અને સાહિત્યનો પ્રભાવ હતો. દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૫માં ભારત આવી પહોંચેલા ગાંધીભાઈને કાકા મળ્યા પણ સૌપ્રથમ કવિવર રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં જ ને! પછીનાં વર્ષોમાં કાકા પાસેથી ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષાને — સત્ય અને સૌંદર્ય, બંનેને પોંખતું-ઝીલતું — જ ે સાહિત્ય મળ્યું એનાથી આ ભાષાઓ અને તેનું સાહિત્ય કેટલાં સમૃદ્ધ થયાં એ તો આ ભાષાના તેમના અનુજ સાહિત્યકારો જ વધુ જાણે ને. … અને એટલે જ કાકાના સંપૂર્ણ સાહિત્યની વાત કોઈ સામયિકના એકાદ અંકમાં સમાવવાનું સાહસ સંપાદકના ગજા બહારની વાત જ ગણવી રહી. પણ આ સામયિકના સંપાદનની સફરમાં ગાંધીવિચારના કે નવજીવનનાં જ ે પુસ્તકોમાંથી પસાર થવાનું થયું તેમાં સહજપણે જ એક અવલોકન એ નોંધાયું કે ‘કાકાએ પ્રસ્તાવનાઓ ઘણી લખી હોય એમ લાગે છે’. દસેક પુસ્તકોનાં નામ તો એમ જ સ્મૃતિમાં આવ્યાં ને કાગળની એક ચબરખીમાં નોંધાઈ ગયાં — આ નોંધ અપાઈ તંત્રી વિવેક દેસાઈને ભવિષ્યમાં કાકાએ લખેલી પ્રસ્તાવનાઓ પર પુસ્તક કરીએ એવા આશયથી. … પણ સજ્જ લેખકો-સંપાદકો જાણે છે કે શું સમાવવું એની યાદી કરીને તે સામગ્રી એકઠી કરવા માત્રથી પુસ્તક તૈયાર નથી થઈ જતું. ખરું કામ જ એ પછી શરૂ થાય છે. એય સમયાવકાશે જરૂર થશે પણ અત્યારે તેની નેટ પ્રેક્ટિસ કે રિહર્સલ રૂપે આપના હાથમાં ૧૯ પુસ્તકોની પ્રસ્તાવના સમાવતો ‘काका कालेलकर પ્રસ્તાવના વિશેષાંક’. અહીં કાકાનું નામ દેવનાગરી લિપિમાં હોવાનું કારણ, કાકાનાં લખાણોમાંથી પસાર થતાં જોવામાં આવ્યું કે કાકા તેમના લખાણનું મથાળું અને લેખના અંતે સહી, બંને દેવનાગરી લિપિમાં કરતા. કાકાનું કામ કરતા તેમની સહજ પ્રાપ્ય પ્રતિભા નય ખીલે પણ કાકાની શૈલી કે ઝુકાવ જ ેમનાં તેમ જાળવી રાખીને તો કાકાને હૃદયાંજલિ આપી શકાય. યોગાનુયોગ કાકાસાહે બની જન્મજયંતી પણ ડિસેમ્બર માસમાં આવી રહી છે, તેનો વિશેષ આનંદ. કાકાસાહે બના સાહિત્યની જ ેમ તેમણે જ ે પુસ્તકો માટે પ્રસ્તાવના લખી આપી હોય એ વિષયનું વૈવિધ્ય પણ એટલું જ છે. કવિતા, નવલકથા, જીવનચરિત્રો, લલિતનિબંધો, ચિંતનાત્મક લખાણો, પ્રવાસવર્ણનો, ઇતિહાસ, સંસ્કૃતિ, આરોગ્ય. … અને હા, ગાંધીવિચારનાં પુસ્તકો તો ખરાં જ. સ્વાભાવિક ક્રમમાં જ ‘नवजीवनનો અક્ષરદેહ’માં ગાંધીવિચાર કે नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

307


નવજીવન સાથે સંકળાયેલાં પુસ્તકોને પ્રાથમિકતાએ રાખવાનાં રહે . એ સંખ્યા પણ ખાસ્સી હોવાના કારણે વાગીશ્વરીનાં કર્ણફૂલ (લે. મનુભાઈ પંચોળી) કે ઘરે બાહિરે (સર્જકૹ રવીન્દ્રનાથ ટાગોર, અનુવાદૹ નગીનદાસ પારે ખ) જ ેવાં પુસ્તકોની પ્રસ્તાવના સમાવી ન શકાય, તેનો રં જ રહે પણ આવી અનેક પ્રસ્તાવનાઓ અવસરે સમાવીને આ રં જ દૂર કરી શકાશે. એટલે અહીં તો કાકાની સાગર જ ેટલી અને વહે તી નદી જ ેવી પ્રસ્તાવનાઓમાંથી બેડલું ભરીને જ સંતોષ માનીશું. તેમ છતાં પાનાંની મર્યાદાને વધુ ધ્યાને ન ધરતા બે મહિનાનો આ સંયુક્ત અંક બમણાથીયે વધુ પાનાંનો કરી વાચકો સુધી વધુ વાચન સામગ્રી પૂરી પાડવાનું શક્ય બન્યું છે. કેટલીક પ્રસ્તાવનાને અંતે મૂકેલી, અન્ય સાહિત્યકારોએ કાકાને આપેલી શબ્દાંજલિ પણ એ પુસ્તકના વિષયની નજીક રહે એની સંભાળ રાખી છે. આ અંકમાં‘नवजीवनનો અક્ષરદેહ’ના કેટલાક નિયમિત વિભાગો સમાવી શકાયા નથી પણ ગાંધીજી અને કાકાના અમર અને અતૂટ સંબંધનું સ્મરણ કરતા ‘ગાંધીજીની દિનવારી’ હોંશથી સમાવી છે. … કાકાની ૧૩૧મી જન્મતિથિ, પહે લી ડિસેમ્બર ૨૦૧૬ પહે લાં આ અંક કાકાપ્રેમીઓને કાકાના અખૂટ જીવનરસની સંગતમાં લઈ જશે, એ આશા-વિશ્વાસ સાથે.  … 

પ્રસ્તાવનામાં પ્રવેશતાં પહે લાં … દરે ક પ્રસ્તાવનાના શુભારં ભે એ પુસ્તક લેખકે શા માટે, કયા સંજોગોમાં, કેવી રીતે લખ્યું અને કયા આશય સાથે પ્રકાશિત થયું તે અંગે લેખક અથવા પ્રકાશકનું નિવેદન અથવા અન્ય મહાનુભાવ દ્વારા લેખક અને પ્રસ્તાવનાકારનો સંબંધ દર્શાવતી કોઈને કોઈ બાબતને ભૂમિકા રૂપે આપવામાં આવી છે. જ ે પ્રસ્તાવનામાં શીર્ષક બદલવાની જરૂર જણાઈ છે ત્યાં મૂળ શીર્ષક પાદટીપ રૂપે મૂકવામાં આવ્યું છે. મૂળ પ્રસ્તાવનાના અંતે મુકાયેલી લખ્યા તારીખ અને સ્થળનો ઉલ્લેખ, ત્યાં ન રાખતા, આખા લખાણને વાચક યોગ્ય સ્થળ-કાળ-સંજોગના સંદર્ભમાં સમજી શકે એ માટે પ્રસ્તાવનાના આરં ભે મુકાઈ છે. કેટલીક પ્રસ્તાવનાના અંતે મૂકેલી, અન્ય સાહિત્યકારો (ગાંધીજી સિવાય) એ કાકાસાહે બને આપેલી શબ્દાંજલિ કાકા કાલેલકર અધ્યયન ગ્રંથમાંથી ચૂંટીને મૂકવામાં આવી છે. પુસ્તકના મુખપૃષ્ઠ નીચે અપાયેલી પુસ્તક સંબંધિત વિગત હાલમાં જ ે આવૃત્તિ વેચાણમાં છે, તેની જ મૂકવામાં આવી છે. જ ે પુસ્તક વેચાણમાં નથી અને પ્રસ્તાવના આપવામાં આવી છે તે પુસ્તકની જ ે આવૃત્તિ ઉપલબ્ધ થઈ, તેની વિગત દર્શાવે છે. પ્રસ્તાવનામાં જરૂર જણાઈ ત્યાં પાદટીપ મૂકવામાં આવી છે. મૂળ લખાણની પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે. ( ) માંની વિગત મૂળ લખાણ પ્રમાણે છે. [ ] માં મૂકેલી વિગત સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

308

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


घणा कामनी

અજાતશત્રુ લિંકન (લે. મણિભાઈ ભ. દેસાઈ)

૧૯૪૦ની સાલમાં, મારા આદરણીય સદ્ગત મિત્ર શ્રી મગનભાઈ દેસાઈએ, ‘શિક્ષણ અને સાહિત્ય’ નામના તેમના સામયિકમાં લિંકન વિશે લખવા મને આજ્ઞા કરી. તેમની એ આજ્ઞા માથે ચડાવી, ઉપર્યુક્ત સામયિકમાં હપતે હપતે ઍબ્રહામ લિંકનનું ટૂ કં ું જીવનચરિત્ર મેં લખ્યું. વાચકોમાં એ ખૂબ જ પ્રીતિપાત્ર થઈ પડ્યું અને વધારે વિસ્તારથી લિંકનનું ચરિત્ર લખવાને આગ્રહ કરતા અનેક પત્રો મને મળ્યા. એમ કરવાની મારી પણ ઇચ્છા હતી. પરં તુ નવજીવન કાર્યાલયના મારા કામકાજ સાથે હું એ ન જ કરી શક્યો. આમ છતાં લિંકન વિશે લખવાની ઇચ્છા, સદા મારા દિલમાં રહ્યા જ કરતી હતી, એટલે નવજીવનમાંથી નિવૃત્ત થયા પછી તરત જ મેં એ કામ હાથમાં લીધું અને આ નાનકડુ ં પુસ્તક તેનું ફળ છે. … [પુસ્તકના લેખકની પ્રસ્તાવનામાંથી]

ભગવાન જરથુષ્ટ્રનો જન્મદિન તા. ૩–૯–’૭૧

‘અજાતશત્રુ લિંકન’ આ સુંદર અને મહત્ત્વની

ચોપડી નવજીવનવાળા અમારા શ્રી મણિભાઈ દેસાઈએ હમણાં હમણાં તૈયાર કરી છે. અમેરિકન રાષ્ટ્રના એક જૂ ના લોકોત્તર પ્રમુખનું આ પ્રેરણાદાયી જીવનચરિત્ર છે. દુનિયાનાં સમર્થ અને સંસ્કારી રાષ્ટ્રોમાં, વખતે ભારત સૌથી જૂ નું રાષ્ટ્ર હશે. અને અમેરિકા તો યુરોપિયન સંસ્કૃતિમાંથી જન્મ પામેલું અને દુનિયાને નવસંસ્કૃતિ આપનાર તાજુ ં રાષ્ટ્ર છે. એમ દેખાય છે કે હવે પછીની, આખી દુનિયાની નવી સંસ્કૃતિ ઘડવાનો ભાર આ બે રાષ્ટ્રોને માથે આવવાનો છે. (આજ ે અમેરિકન સરકાર અને ભારત સરકાર વચ્ચે ગંભીર મતભેદ અથવા મનોમાલિન્ય પેદા થયાં હશે. સરુકારો તો પોતપોતાની પરિસ્થિતિ અજાતશત્રુ લિંકન લેૹ મણિભાઈ ભ. દેસાઈ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1971માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું સાતમું પુનર્મુદ્રણ, વર્ષ 2013 ISBNૹ 978–81–7229–234–8 પેપર બૅક સાઇઝૹ 4.75 "× 7" પાનાંૹ 16 + 152 • ૱ 75

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

પ્રમાણે ચાલવાની. એમના મતભેદો ગમે તેટલા મહત્ત્વના ભલે હોય, રાષ્ટ્રોની સંસ્કૃતિઓ આવા મતભેદો કરતાં ઘણી ઊંચી હોય છે. અને તેથી આપણે એ ધ્યાનમાં રાખીએ કે બંને રાષ્ટ્રો મળીને દુનિયાની સેવા કરવાનું એમને ભાગે આવ્યું છે. એ ટળવાનું નથી. તેથી એકબીજા વિશે વધુ ને વધુ જાણવાનો પ્રયત્ન આપણે કરવો જ જોઈએ.) દક્ષિણ યુરોપના ગોરા લોકોએ અમેરિકા ખંડની શોધ કરી. તેમાં પણ ભારતનો સંબંધ છે. એ વિચિત્ર વસ્તુ જાણવા માટે આપણે થોડો ઇતિહાસ સમજી લેવો જોઈએ. સંભવ છે કે માણસજાતિએ જીવનકળા ખીલવવાના પ્રયત્નમાં ખેતીની જ ે શોધ કરી તે સૌથી પહે લાં ભારતમાં જ થઈ હતી. જંગલમાંથી કંદ, મૂળ, ફળ કે કુ મળાં પાંદડાં જ ે મળે તે લઈને ખાવું અને એટલાથી પોષણ ન મળે તો પશુપક્ષીનો શિકાર કરી પેટ ભરવું, એ હતી માનવજાતની આદ્યસંસ્કૃતિ. એક જગામાંથી આવો ખોરાક ખૂટ્યો એટલે માણસને સ્થાનાંતર કરવું પડતું. આમ એક સ્થળ છોડી બીજ ે સ્થળે માણસ ક્યાં સુધી ખસ્યા જ કરતો રહે ? અંતે એણે હળ ચલાવી જમીન खेडवानी અને એમાં અનાજ વાવી ફસલ મેળવવાની કળા શોધી. ત્યાર પછી એ જમીનનો કસ ખૂટી ન જાય એટલા માટે એમાં ખાતર 309


‘જે કોઈ ચોપડી હાથમાં આવે તે ધ્યાનથી વાંચી

જવી, જે કાંઈ પરિસ્થિતિ આસપાસ ગોઠવાયેલી હોય તેનો ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ કરવો અને પોતાના પુરુષાર્થ વડે , અને ઉત્તમોત્તમ ચારિ�ય

વડે આગળ વધતા જવું,’ એ છે ટૂં કામાં ઍબ્રહામ

લિંકનની જીવનસાધના અને એમાં પણ ધ્યાનમાં

રાખવાની વાત એ કે બીજા લોકો આગળ આવવા માટે જે હીન અને અનીતિમય ઉપાયો

યોજે છે તે બિલકુલ ન વાપરવાનો નિશ્ચય

ઍબ્રહામે પહેલેથી કર્યો હતો. નીતિના આવા આકરા બંધનથી માણસને એક રીતે ઘણું વેઠવું પડે છે. પણ એ સાધના કે તપસ્યાને જોરે જ એની ચારિ�યશક્તિ મજબૂત થાય છે

નાખવાની યુક્તિ માણસને સૂઝી. આ રીતે ખેડ અને ખાતરવાળી કૃ ષિવિદ્યા પૂર્ણત્વ સુધી પહોંચી. ખેતીનો વિકાસ ભારતમાં, ચીનમાં અને મિશ્રદેશ(ઇજિપ્ત)માં ખાસ થયો હશે. ભારતના લોકોએ ખેતી પછી વણાટની કળા ખીલવી અને કપાસ, ઊન અને રે શમનાં ઉત્તમોત્તમ કપડાં તૈયાર કરવા માંડ્યાં. આવાં કપડાં ખરીદીને યુરોપમાં વેચવાનો ધંધો પશ્ચિમ એશિયાના મુસલમાન લોકોએ ચલાવ્યો. અને એ રીતે એ રાષ્ટ્રો ધનવાન થયાં. એમની અદેખાઈ કરી યુરોપના લોકો જો ભારત આવવા માગે તો મુસલમાનો એમને ભારત આવવા ન દે, એટલે એ વચલો પ્રદેશ ટાળીને ભારત આવવાનો રસ્તો શોધવો રહ્યો. એ તો દરિયામાર્ગે જ થઈ શકે. એટલે દક્ષિણ યુરોપના દરિયાવર્દી લોકો જહાજમાં બેસી હિન્દુસ્તાનનો રસ્તો શોધવા નીકળ્યા. ત્યાં અકસ્માત્ પશ્ચિમે અમેરિકા ખંડની શોધ થઈ. પ્રથમ એમણે માન્યું કે આ જ ‘ઇન્ડિયા’ દેશ છે. પરિણામે એમણે ત્યાંના આદિવાસીઓને જ ઇન્ડિયન માની લીધા. આજ ે પણ અમેરિકાના એ આદિવાસીઓ ‘રે ડ ઇન્ડિયન’ને નામે જ ઓળખાય   છ.ે આગળ જતાં સ્પેન–પોર્ટુગલના લોકોને, દક્ષિણની 310

મુસાફરીએ જતાં, આફ્રિકાની પ્રદક્ષિણા કરતાં ભારત આવવાનો રસ્તો જડ્યો (એમાં ભારતના લોકોએ જ એમને ખાસ મદદ કરી) આ રીતે ભારત આવનાર પહે લવહે લો પશ્ચિમનો ગોરો વાસ્કો-દ-ગામા હતો. આ ઇતિહાસ બધા જાણે છે. પણ અમેરિકા જડ્યું તે ભારતનો રસ્તો શોધતાં. આટલી વાત ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. ભારત અને અમેરિકાના હવે પછીના સંબંધનું મહત્ત્વ ન હોત તો આ જૂ ના ઇતિહાસમાં આપણે અહીં ન ઊતર્યા હોત. આપણે ત્યાં સમુદ્રમાર્ગે પોર્ટુગીઝ લોકો આવવા લાગ્યા. ફ્રેંચ આવ્યા, ડચ આવ્યા અને અંતે અંગ્રેજો પણ આવ્યા. ભારત સાથેનો ખુશ્કી[જમીન ઉપરનો માર્ગ] વેપાર ખેડતાં ખેડતાં પઠાણો અને મોગલો અહીંના રાજ્યકર્તા થઈ ગયા, એ જ રીતે ભારત સાથે વેપાર ખેડતાં ખેડતાં ગોરાઓ પણ અહીંના રાજ્યકર્તા થયા. એમાં ચાલાક અંગ્રેજોએ પોર્ટુગીઝ અને ફ્રેંચ આદિ ગોરા હરીફોને અહીં આવતા રોક્યા અને પોતાનું સામ્રાજ્ય અહીં જમાવ્યું. આપણે એ સામ્રાજ્ય લાંબા વખત સુધી સહન કર્યું. અંગ્રેજો પાસેથી ઘણું શીખ્યા, અને હવે સ્વતંત્ર થયા છીએ. એ જ અંગ્રેજોમાંથી જ ે લોકો અમેરિકા ગયા તેમણે ત્યાં એક બાહોશ નવા રાષ્ટ્રની સ્થાપના કરી જ ે આજ ે ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા’ તરીકે ઓળખાય છે. આજ ે, આપણા લોકો જ્ઞાનવિજ્ઞાનનો અનુભવ મેળવવા યુરોપ કરતાં અમેરિકા વધારે જવા લાગ્યા છે. અને અમેરિકન લોકો પણ પોતાનું જાગતિક મહત્ત્વ ઓળખી આખી દુનિયાના બધા દેશોનો પરિચય કેળવવા લાગ્યા છે. અને ત્યાંની પરિસ્થિતિ ઓળખી પછાત દેશોને જાતજાતની મદદ કરવા લાગ્યા છે. આવી સ્થિતિમાં જો અમેરિકન રાષ્ટ્રનો સ્વભાવ અને એમની સંસ્કૃતિનો પ્રાણ જાણી લેવો હોય તો એ રાષ્ટ્રના પ્રારં ભના ઘડવૈયાઓનો ઇતિહાસ પણ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


જાણવો જોઈએ. એવા ઘડવૈયાઓમાં ઍબ્રહામ લિંકન (સન ૧૮૦૮–૧૮૬૫) નું સ્થાન નાનુંસૂનું નથી. અને ખૂબી એ છે કે ઍબ્રહામ લિંકન છેક બાળપણથી જાતજાતની મુસીબતો વેઠતો અને સામાન્ય કેળવણીથી પણ વંચિત, કેવળ પોતાના જ પુરુષાર્થથી પોતાનું ભાગ્ય ઘડતો આદર્શ અમેરિકન છે. (પોતાના જ પુરુષાર્થથી પોતાની શક્તિ કેળવનાર અને પોતાનું ભાગ્ય સર્જનાર માણસને અંગ્રેજીમાં self-made man કહે છે. આવા દુનિયાના સેલ્ફ-મેડ લોકોમાં પણ ઍબ્રહામ લિંકનનું સ્થાન ઘણું ઊંચું છે.) ‘જ ે કોઈ ચોપડી હાથમાં આવે તે ધ્યાનથી વાંચી જવી, જ ે કાંઈ પરિસ્થિતિ આસપાસ ગોઠવાયેલી હોય તેનો ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ કરવો અને પોતાના પુરુષાર્થ વડે, અને ઉત્તમોત્તમ ચારિત્ર્ય વડે આગળ વધતા જવું,’ એ છે ટૂ કં ામાં ઍબ્રહામ લિંકનની જીવનસાધના અને એમાં પણ ધ્યાનમાં રાખવાની વાત એ કે બીજા લોકો આગળ આવવા માટે જ ે હીન અને અનીતિમય ઉપાયો યોજ ે છે તે બિલકુ લ ન વાપરવાનો નિશ્ચય ઍબ્રહામે પહે લેથી કર્યો હતો. નીતિના આવા આકરા બંધનથી માણસને એક રીતે ઘણું વેઠવું પડે છે. પણ એ સાધના કે તપસ્યાને જોરે જ એની ચારિત્ર્યશક્તિ મજબૂત થાય છે. અને જોતજોતામાં એ ઊંચે ને ઊંચે ચડતો જ જાય છે. ઍબ્રહામના આ ચરિત્રમાં આ વસ્તુ આપણને ડગલે ને પગલે જોવા મળશે. આપણે ફરી વાર અમેરિકાના ઇતિહાસમાં થોડુ ં ડોકિયું કરીએ. બ્રિટનથી અમેરિકા જનારા લોકો ગમે તેવા હોય. પણ જ ે લોકો આગળ જતાં Pilgrim Fathers તરીકે ઓળખાયા અને જ ેઓ અમેરિકન રાષ્ટ્રના ઘડવૈયા નીવડ્યા તેમની તેજસ્વિતા નોખી જ હતી. તેઓ ધન કમાવા કે વેપાર ખેડવા ઇંગ્લંડથી ઊપડ્યા ન હતા. ‘પોતાના દેશમાં પોતાનું ધાર્મિક સ્વાતંત્ર્ય સુરક્ષિત નથી, અંતરના અવાજ પ્રમાણે नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

‘અજાતશત્રુ

લિંકન’વાળી

ચોપડી

વાંચતાં

આનંદદાયક અપે�ાભંગ થયો. સરળ, સંસ્કારી અને સાવ સ્વદેશી ગુજરાતી શૈલીમાં લખેલી

આ ચોપડી વાંચતા શરૂથી આખર સુધી એ આનંદ કાયમ રહ્યો. એને માટે મણિભાઈને

ખાસ અભિનંદન ઘટે છે. . . . આ તો થઈ

એમની શૈલીની વાત. ચરિત્ર લખવામાં એમણે આપણા લોકોને જરૂરી માહિતી આપી, લિંકનનો

વિકાસ કેમ થતો ગયો એનું ચિત્ર ટૂં કામાં પણ ઉઠાવદાર રીતે આપ્યું છે

જીવવાની છૂટ નથી, બહુમતી આગળ દબાયેલા રહે વું પડે છે, એ સ્થિતિથી અકળાઈ પોતાનું ભાગ્ય પોતાના હાથમાં લઈ, પોતાના પુરુષાર્થ ઉપર વિશ્વાસ રાખી, બિલકુ લ અજાણ્યા મુલકમાં કાયમને માટે જઈ રહે વા માટે’ એમણે સ્વદેશ-ત્યાગ કર્યો હતો. કેવા આત્મવીર!! અમેરિકા એક રીતે અણખેડલ ે ો મુલક, ઉત્તુંગ પહાડો, વિશાળ જંગલો, કુ દરતની સેવા કરનાર નાનીમોટી નદીઓ; ન મળે રસ્તા, ન મળે ખેતીની સગવડો. એવો એ દેશ. ખરું જોતાં એ દેશ ત્યાંના આદિવાસી ‘રે ડ ઇન્ડિયન’ લોકોનો. એ લોકો સુધરે લી ખેતી જાણે નહીં. જ ેમતેમ ખોરાક મેળવે અને સ્વતંત્ર રીતે રહે . એ લોકોને એમની જમીન પરથી હાંકી કાઢવા અને એમની જમીન પડાવવી એ કામ કાંઈ અઘરું ન હતું ‘આખા દેશ ઉપર પોતાનો હક છે,” એમ કહે વા જ ેટલા આ આદિવાસીઓ ‘સુધરે લા’ પણ ન હતા, એટલે યુરોપના ગોરાઓને, મોટે ભાગે ‘કુ દરત સાથે લડીને જ પોતાની આજીવિકા મેળવવી, રસ્તાઓ બાંધવા, ખેતીનો વિકાસ કરવો અને યુરોપિયન સંસ્કૃતિ ઊભી કરવી’ એ જ મુખ્ય કામ હતાં. 311


અમેરિકાના જ ે ભાગની વાત આપણે કરીએ છીએ એને આજ ે યુનાઇટેડ સ્ટેટ્સ કહે છે. એના ઉત્તરમાં કૅ નેડા છે. દક્ષિણમાં મેક્સિકો છે. આ વચલા ભાગમાં ગોરા લોકોએ નાનાં નાનાં અનેક રાજ્યો સ્થાપ્યાં હતાં. એમાં પણ ઉત્તરી રાજ્યોને ભાગે ખેતીલાયક જમીન ઓછી. દક્ષિણનાં રાજ્યોમાં ખેતીલાયક જમીન ઘણી. આ જમીન ખેડવા માટે મનુષ્યબળ જોઈએ છે. એ ક્યાંથી આણવું? રે ડ ઇન્ડિયન લોકો આદિવાસી ખરા, પણ સ્વતંત્ર મિજાજના, કોઈને ત્યાં નોકર થઈને રહે નહીં. આવી સ્થિતિમાં ગમે ત્યાંથી મજૂ રો મેળવ્યે જ છૂટકો. ગોરાઓને એક રસ્તો સૂઝ્યો. એનો પણ થોડો ઇતિહાસ જાણવો જોઈએ. ભૂમધ્ય સમુદ્રની દક્ષિણે આફ્રિકાનો જ ે ભાગ છે ત્યાં મુસલમાનોએ પોતાનાં રાજ્યો સ્થાપ્યાં હતાં. એ પ્રદેશને જવા દઈએ, બાકીના ગરમ આફ્રિકામાં કૃ ષ્ણવર્ણી આદિવાસીઓ રહે . એમને નિચોવવા ગોરા લોકોને માટે સહે લું હતું. એ કાળા લોકો ગુલામ થવાને ટેવાયેલા એમ જ કહે વું પડશે. ત્યાંના આદિવાસી રાજાઓ પોતાની પ્રજાના લોકોને ગુલામ તરીકે રાખે. જરૂર પડ્યે એમને વેચી પણ નાખે. પરિણામે ગોરા લોકોએ એ કાળા લોકોને પકડીને ગુલામ તરીકે વેચવાનો ધંધો ખીલવ્યો. કાં તો એ લોકોને જબરદસ્તીથી પકડી લે અથવા ખરીદી લે અને યુરોપનાં રાજ્યોમાં વેચી દે. હવે જ ે ગોરા લોકો અમેરિકાના રે ડ ઇન્ડિયન લોકોને ખસેડી ત્યાં પોતાનાં રાજ્યો સ્થાપન કરી શક્યા એમને ખેતી કરવા મજૂ રો જોઈતા હતા. એમણે આફ્રિકાના કાળા નિગ્રો લોકોને ખરીદી, જાનવરોની પેઠ ે એમની પાસેથી સેવા માટે, અમેરિકા લઈ જવાનું શરૂ કર્યું. આ વસ્તુનો ઉલ્લેખ કરતાં મેં એક વાર સહે જ રમૂજમાં કહ્યું હતું કે, “અમેરિકા ખંડમાં જ ે નવી સંસ્કૃતિ ખીલવાય છે એના પાયામાં ગોરા લોકોનું 312

ત્રણ ખંડવ્યાપી પાપ વાવેલું છે. રે ડ ઇન્ડિયન લોકોને એમની ભૂમિમાંથી ખસેડવા એ એક પાપ, ત્યાં ખેતી કરવા આફ્રિકા ખંડના આદિવાસીઓને ગુલામ તરીકે પકડીને કે ખરીદીને આણવા એ બીજુ ં પાપ અને એ નિગ્રો લોકોને ખરીદવા માટે એશિયામાં ચલાવેલા જબરદસ્તીના વેપારમાંથી મળેલાં નાણાં વાપરવાં એ ત્રીજુ ં પાપ.” ઍબ્રહામ લિંકનનું જીવનચરિત્ર સમજવા માટે આ ત્રિખંડવ્યાપી પાપના ઉલ્લેખની આવશ્યકતા નથી. અને છતાં કહે વું પડે છે કે એશિયાનાં નાણાંમાંથી ખરીદેલા આફ્રિકન નિગ્રો અમેરિકામાં ગુલામ જ ેવા વપરાતા ન હોત તો ઍબ્રહામ લિંકન જ ેવા ધર્માત્માને પોતાના નવા દેશમાં ઉત્તર અને દક્ષિણ વચ્ચે ગુલામી-વિરોધી યુદ્ધ ચલાવવું ન પડત. હવે આપણે ઍબ્રહામ લિંકનના જીવનનો સાર ધ્યાનમાં આણી શકીએ. ગરીબાઈમાં ઊછરે લો, રીતસરની કેળવણી વગરનો એક નવયુવક આપબળે સ્વાશ્રયી કેળવણી પામી, ચડતો ચડતો અમેરિકાનો પ્રમુખ બને છે અને પોતાની માનવતાને શોભે એવા ચારિત્ર્યબળે પોતાના દેશની ‘મહામૂલી એકતા’ જાળવવા માટે અને ‘ગુલામીના મહાપાપનું કાસળ’ કાઢી નાખવા માટે ધીરજપૂર્વક અને બહાદુરીપૂર્વક ધર્મયુદ્ધ ચલાવે છે. અને એમાં વિજય મેળવી તરત પ્રભુને ચરણે પહોંચી જ જાય છે. એવા ધર્માત્માનું આ ચરિત્ર અમેરિકા, આફ્રિકા અને એશિયાના ભિન્ન ભિન્ન સંસ્કૃતિના કરોડો લોકો માટે બોધક અને પ્રેરણાદાયક નીવડવું જ જોઈએ. અને તેથી જ શ્રી મણિભાઈએ લખેલા આ ચરિત્રની વાચકો આગળ ભલામણ કરવા હં ુ પ્રેરાયો છુ .ં મારે અહીં કહે વું જોઈએ કે ગુજરાતી ભાષા પરના મણિભાઈના કાબૂ વિશે જાણતાં છતાં મેં માન્યું હતું કે જ ે ચરિત્ર લખવા માટે એમણે ચાળીસ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


વર્ષ સુધી મળે તેટલું અંગ્રેજી સાહિત્ય વાંચ્યાં જ કર્યું હતું તે ચરિત્રની ભાષા ‘અંગ્રેજીનો સફળતાપૂર્વક અનુવાદ કરનાર બીજા અનેક લેખકોની ભાષા જ ેવી’ અંગ્રેજી શૈલીની હશે. અને એમ જ હોત તો તેમાં તકરારને માટે અવકાશ પણ ન હતો. આપણા લોકો ધીરે ધીરે એવી શૈલીથી ટેવાઈ ગયા છે. પણ ‘અજાતશત્રુ લિંકન’વાળી ચોપડી વાંચતાં આનંદદાયક અપેક્ષાભંગ થયો. સરળ, સંસ્કારી અને સાવ સ્વદેશી ગુજરાતી શૈલીમાં લખેલી આ ચોપડી વાંચતા શરૂથી આખર સુધી એ આનંદ કાયમ રહ્યો. એને માટે મણિભાઈને ખાસ અભિનંદન ઘટે છે. આ તો થઈ એમની શૈલીની વાત. ચરિત્ર લખવામાં એમણે આપણા લોકોને જરૂરી માહિતી આપી, લિંકનનો વિકાસ કેમ થતો ગયો એનું ચિત્ર ટૂ કં ામાં પણ ઉઠાવદાર રીતે આપ્યું છે. અને ધાર્મિકતાની કશી ચર્ચા કર્યા વગર, ગાંધીયુગના

આપણા લોકો કદર કરી શકે એ રીતે, ઍબ્રહામ લિંકનનું પ્રશંસનીય ચારિત્ર્ય પણ અહીં એમણે ચીતરી આપ્યું છે. એક આકરામાં આકરું ગૃહયુદ્ધ ચલાવીને એમાં પૂરી સફળતા મેળવનાર આ લોકોત્તર પ્રમુખ શાંતતાવાદી હતો, એ સત્પુરુષમાં ગોરાઓનું વંશાભિમાન નહીં, આંધળું રાષ્ટ્રાભિમાન નહીં કેવળ શુદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક માનવતા જ પ્રેરણારૂપ હતી, એ મુખ્ય રં ગ આ ચિત્રમાં એમણે ઉઠાવદાર રીતે સાચવ્યો છે અને બાકીના બધા રં ગો એની સાથે કલાત્મક ઢબે ભળી શકે એ રીતે એ ચિત્ર પૂરું કર્યું છે. માટે એમને બેવડુ ં અભિનંદન આપું છુ ં અને છેવટે વ્યક્તિગત રીતે એમને વીનવીશ કે જ ે વિસ્તૃત ચરિત્ર તમે અમને આપવા માગો છો તે આપવામાં બહુ મોડુ ં નહીં કરતા. મારા જ ેવાની ઉંમરનો ખ્યાલ રાખી જલદીમાં જલદી એ આપી દેશો તો તમે ઢગલાબંધ ધન્યવાદ અને આશીર્વાદ મેળવશો. काका कालेलकर

ત્યારથી તેઓ કાકાસાહે બ બન્યા હવે આ નવા મહે માન અમારા મહે માન નહોતા રહ્યા. અમારે ત્યાં આવી ચડેલા એક નવા પંડિત કે અધ્યાપક નહોતા રહ્યા. તેઓ અમારામાંના એક બની ગયા હતા. જોતજોતામાં તેમણે અમારા ઉપર પોતાનો દાબ પાડવાનું શરૂ કર્યું. કોઈ બીજા ત્રીજા સંબોધનથી એમને બોલાવે તો તરત કહે “તમારે મને ‘કાકા’ કહીને બોલાવવો. અમારા મિત્રોની વચ્ચે હં ુ કાકા જ કહે વાઉં છુ .ં ” મગનકાકાએ પણ એમની માગણી સ્વીકારી અને અમે એમને ‘કાકા’ કહે વા લાગ્યા. ત્યાર પછી અનેક વરસે સાબરમતીમાં તેઓએ અમને કહ્યું, “ ‘કાકા’ ‘કાકા’ કહો એ પૂરતું ન ગણાય. ‘કાકાસાહે બ’ કહો.” ત્યારથી તેઓ કાકાસાહે બ બન્યા, તે એટલે લગી કે એમના લેખોની નીચે એમના નામની સહી વાંચીએ ત્યારે જ સાંભરે કે તેઓ દત્તાત્રેય બાલકૃ ષ્ણ કાલેલકર છે. છતાં એ નામ અપરિચિત અને “કાકાસાહે બ” ઘણું વધારે પરિચિત તથા મધુરું લાગતું અને અમારા બધાના કાકા થયા એટલે પછી કાન તો પકડે જ ને? પ્રભુદાસ ગાંધી नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

313


જીવનવીરની જીવન  ષ્ટિનું પ્રતિબિંબ૧

અનાસ�ક્તયોગ (ગાંધીજી અને કાકાસાહે બ કાલેલકર)

જ ેમ સ્વામી આનંદ ઇત્યાદિ મિત્રોના પ્રેમને વશ થઈને મેં સત્યના પ્રયોગો પૂરતી આત્મકથા લખવાનો આરં ભ કર્યો તેમ ગીતાજીના અનુવાદને વિશે પણ થયું છે. …આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે. આ કારણે હું એમ ઇચ્છું ખરો કે પ્રત્યેક ગુજરાતી ભાઈબહે ન, જ ેમને ધર્મને આચારમાં મૂકવાની ઇચ્છા છે તેઓ, એ વાંચે, વિચારે ને તેમાંથી શકિત મેળવે. [પુસ્તકના લેખકની પ્રસ્તાવનામાંથી]

મુંબઈ, ૬-૬-’૪૯

શ્રીમદ્ભગવદ્ગીતાનો આ અનુવાદ લખતી

વખતે ગાંધીજી ગીતાજીવન જીવવાની પોતાની અખંડ અને ઉત્કટ સાધનામાંથી માંડ વખત કાઢી શક્યા હતા. મુસાફરીમાં પ્રથમ પ્રથમ રોજ એક એક જ શ્લોકનો અનુવાદ કરી લેતા; પણ તે અત્યંત નિયમિતપણે. આગળ જતાં એક એક દિવસે બે બે ત્રણ ત્રણ શ્લોકોનો અનુવાદ પણ કરી લેતા. આમ કરતાં હિમાલયમાં કૌસાનીના મુકામમાં તા. ૨૪૬-’૨૯ને દિવસે આ અનુવાદ એમણે પૂરો કર્યો. અને એ આખી ચોપડી રાજદ્વારી હિલચાલની મહા ધમાલ દરમિયાન ઉતાવળે છપાઈ ગઈ. ગાંધીજીએ એને માટે અનાસક્તિયોગ એવું ચોટડૂ ક નામ આપ્યું. આ અનુવાદ બરાબર દાંડીકૂ ચને દિવસે (તા. ૧૨-૩-’૩૦) પ્રકાશિત થયો; અને ગાંધીજી પોતાના ૮૦ સાથીઓ સાથે આશ્રમમાંથી બહાર પગ મૂકતા હતા તે જ વખતે એની પહે લી નકલો એમના અને એમના એ સાથીઓના હાથમાં મુકાઈ. અનાસકિતયોગ લેૹ ગાંધીજી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1930માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું ઓગણીસમું પુનર્મુદ્રણ, વર્ષ 2014 ISBNૹ 978-81-7229-331-4 પેપર બૅક સાઇઝૹ 4.75 "× 7" પાનાંૹ 144 • ૱ 35

314

આ અનુવાદ સાથે મૂળ સંસ્કૃત શ્લોકો આપવા કે ન આપવા એ વિશે ઘણી ચર્ચા તે વખતે થયેલી. પોતાના અનુવાદ સાથે મૂળ સંસ્કૃત શ્લોકો આપવાની ગાંધીજીની ઇચ્છા ન હતી. તેમની પહે લી દલીલ એ હતી કે ઘેર ઘેર સંસ્કૃત ગીતા લોકો પાસે હોય જ છે. એટલે પોતાનો અનુવાદ વાંચવા ઇચ્છનારને ફરી એક1વાર સંસ્કૃત શ્લોકો ખરીદવા પડે એ નકામો બોજો છે. એમની બીજી દલીલ સંકોચને કારણે તેમણે પ્રથમ રજૂ કરી નહીં. ચર્ચા વધી ત્યારે તે એમણે અમારી આગળ સ્પષ્ટ કરી. એમણે કહ્યું કે અનાસક્તિયોગ એ ગીતાનો પ્રામાણિક તરજુ મો છે ખરો; છતાં એની અંદર આપણું આશ્રમવાસીઓનું જીવનદર્શન આવી જાય છે, એટલે કાળે કરીને ગીતાના અનુવાદ તરીકે જ નહીં પણ સ્વતંત્ર નિદાનગ્રંથ તરીકે પણ આ પુસ્તક વપરાશે.” એમણે દાખલો આપ્યો કે અંગ્રેજીમાં બાઇબલનો જ ે અધિકૃ ત તરજુ મો (authorised verison) થયેલો છે, તેને જ ઇંગ્લંડના લોકો પોતાનું બાઇબલ માને છે. મૂળ હિબ્રૂ કે ગ્રીક બાઇબલ તરફ તેઓ જતા નથી; તેનો આધાર લેતા નથી. મેં એમને કહ્યું કે “આપણે ત્યાં પણ એવો દાખલો છે. મહારાષ્ટ્રના વારકરી લોકો જ્ઞાનેશ્વર મહારાજની જ્ઞાનેશ્વરીને જ પોતા માટેનો પ્રમાણભૂત ધર્મગ્રંથ માને છે. મહાભારતમાં આવેલી મૂળ સંસ્કૃત ભગવદ્ગીતા 1. મૂળ શીર્ષકૹ અધિકૃ ત આવૃત્તિ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


પરનું એ ભાષ્ય છે એની ના નથી પણ મૂળ ગીતા અને એનાં બીજાં ભાષ્યો તરફ જવાની તેઓ ના જ પાડે છે. ‘જ્ઞાનેશ્વરી એ જ અમારી આધ્યાત્મિક મા છે’ એમ તેઓ દૃઢતાપૂર્વક કહે છે.” પછી ગાંધીજીએ કહ્યું કે “અનાસક્તિયોગવાળો તરજુ મો જરા ઉતાવળે થયો છે. ભાષા વગેરેની દૃષ્ટિએ એક વાર એને ફરી જોઈ જવો જોઈએ. ત્યાર પછી એમાં કશો ફે રફાર થાય નહીં એવો આપણો આગ્રહ હોવો જોઈએ.” અંગ્રેજી બાઇબલનો એમણે ફરી દાખલો આપ્યો અને કહ્યું કે “એ અધિકૃ ત અનુવાદની શૈલીની પણ અંગ્રેજી ભાષા ઉપર અદ્ભુત અસર થઈ છે.” અનાસક્તિયોગ ફરી વાર જોઈ જવાની અને એને છેલ્લી વાર મઠારવાની પોતાની ઘણી ઇચ્છા હોવા છતાં ગાંધીજી તે પ્રમાણે કરી શક્યા નહીં. આખરે એક દિવસ મારા ઉપર નવજીવનના વ્યવસ્થાપક શ્રી જીવણજીનો ૨૭-૧-’૪૮નો કાગળ આવ્યો, જ ેમાં લખ્યું હતુંૹ “પૂ. બાપુજીના ઉપવાસ પહે લાં હં ુ દિલ્હી ગયો હતો. એ વખતે પૂ. બાપુજી સાથે અનાસક્તિયોગ વિશે વાત થઈ હતી. શ્રી કિશોરલાલભાઈએ ભાષાની દૃષ્ટિએ એમાં સુધારા કર્યા હતા તે નકલ સ્વ. મહાદેવભાઈના પુસ્તકસંગ્રહમાંથી મળી આવી હતી. તે મેં એમને જોઈ જવા મોકલી હતી. … એમને હવે વખત મળે એવો સંભવ ન હોવાથી એમણે એ કામ તમારા માથે નાખ્યું છે. પહે લાં જ્યારે અનુવાદ પ્રગટ થયો ત્યારે તમે ખૂબ મહે નત કરી હતી. ‘કાકાસાહે બને આ કામ સોંપો અને તેઓ કરી આપે તે છેવટનું ગણી કામ કરશો.'—આવી સૂચના મને મળી છે. એટલે તમે તમારી અનુકૂળતા મુજબ યોગ્ય કરી મને મોકલી આપશો, જ ેથી એ પુસ્તક પ્રગટ થઈ શકે.” પૂ. બાપુજીને હં ુ છેલ્લે ૮મી અને ૯મી જાન્યુઆરીએ મળ્યો હતો. ત્યાર પછીનો એમનો છેલ્લો આદેશ જ્યારે नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

મને મળ્યો ત્યારે એને સૌથી મોટો અનુગ્રહ સમજી આ કામ મેં માથે ચઢાવ્યું અને સ્વ. મહાદેવભાઈએ કરે લો અનાસક્તિયોગનો અંગ્રેજી અનુવાદ, શ્રી કિશોરલાલભાઈની વિગતવાર સૂચનાઓ, શ્રી વિનોબાની ગીતાઈ—એ બધાં સાહિત્યની મદદથી અને પૂ. બાપુજીની જોડે મહત્ત્વના એકેએક શ્લોકની જ ે ચર્ચા લગભગ ૨૦ વરસ પહે લાં થઈ હતી તેનું સ્મરણ બની શકે તેટલું તાજુ ં કરી, નમ્રપણે, અને ભક્તિભાવે અનાસક્તિયોગનું આ સંપાદન કર્યું છે. આને અંગે કેટલીક પરચૂરણ વસ્તુઓની અહીં નોંધ લઉં. આ આવૃત્તિમાં વિષય પરત્વે આખી ગીતાનાં ૫૬ અધિકરણો પાડયાં છે. જ ેથી મૂળ ગીતાના ૧૮ અધ્યાયની રચનામાં કશો હસ્તક્ષેપ કર્યા વગર વિષય-વિવેચન માટે અનુકૂળ વિભાગ થઈ શક્યા   છ.ે ‘લોકસંગ્રહ’ શબ્દનો અર્થ સામાન્ય લોકો કરે છે—‘જનતાને સાચવવા, રીઝવવા માટે લોકોની લાગણીઓ અને વહે મોનો સ્વીકાર કરવો અને તેમને દૂભવવા કરતાં તેમને અજ્ઞાનમાં રહે વા દેવા’. રૂઢ થયેલો એવો અર્થ ખોટો છે એ બતાવવા ‘લોકસંગ્રહ’નો શ્રી શંકરાચાર્યે કરે લો સાચો અર્થ એક નોંધમાં પાછળથી ઉમેર્યો છે. આ નાગરી આવૃત્તિ છાપતી વખતે [જૂ ન ૧૯૬૦] ગીતાબોધમાંનાં ગાંધીજીનાં જ કેટલાંક વાક્યો બેત્રણ નોંધોમાં ઉમેરવાની તક લીધી છે. આવાં વાક્યોથી ગાંધીજીનો ભાવ વધારે સ્પષ્ટ થઈ શક્યો છે. ચોથા અધ્યાયના ૧૮મા શ્લોક તળેની ગાંધીજીની નોંધ મારા ધ્યાનમાં બરાબર આવી નથી. ‘અકર્તા આત્મા પોતાને કર્તા માને છે તેને માનો પક્ષઘાત થયો છે. …’ વગેરે જ ે ત્યાં લખ્યું છે તેનો અર્થ મને સ્પષ્ટ થયો નથી. શ્ર઼ીમહાદેવભાઈએ પોતાના અંગ્રેજી અનુવાદમાં આટલો ભાગ છોડી જ દીધો છે. મેં એને જ ેવો છે તેવો જ રહે વા દીધો છે. 315


ભારતીય તત્ત્વજ્ઞાન પરં પરાનો એક નિયમ છે કે જ ે માણસ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા ત્રણેનો સમન્વય કરી બતાવે અને એ પ્રસ્થાનત્રયીમાંથી એક જ તત્ત્વજ્ઞાન તારવી આપે તેને આચાર્ય ગણવો અને તેની જ વાત કાને ધરવી. આનું કારણ એ છે કે ઉપનિષદના ઋષિઓએ ઉત્કટ સાધનામય જીવન જીવીને એમાંથી જ ે તત્ત્વજ્ઞાન શોધી કાઢવાનો પ્રયત્ન કર્યો તે મૂળમાં અનુભવમૂલક હોવાથી એ ઋષિઓએ અનેક રીતે (बहु-धा) વાતો કરી હોય તોયે એનો સાર એક જ હોઈ શકે. એ ઉપનિષદનાં જ આર્ષ વચનોમાંથી તત્ત્વજ્ઞાન એટલે કે વેદાન્તદર્શન તારવી કાઢવાનું કામ બ્રહ્મસૂત્રોએ કર્યું. અને આખરે એ જ ઉપનિષદનાં વચનોને આધારે , અને બ્રહ્મવાચક સૂત્રોની મદદથી ગીતાએ જીવન જીવવાની સર્વોચ્ચ કળા રજૂ કરી છે. આમ તમામ ઉપનિષદોના દોહનરૂપે તૈયાર થયેલી આ શિરોમણિ ઉપનિષદ ભગવાન ગોપાલ કૃ ષ્ણે ગાઈ તેથી એમાં બ્રહ્મવિદ્યા પણ આખી આવી ગઈ અને એ બ્રહ્મવિદ્યાને આધારે જીવન ઘડવા માટે કઈ રીતે વર્તવું જોઈએ,

એની કૂ ંચી આપતું યોગશાસ્ત્ર પણ આવી ગયું. એ બ્રહ્મવિદ્યાનાં અને યોગશાસ્ત્રનાં અનેક પાસાંઓ બરાબર ધ્યાનમાં આવે એટલા માટે તે આખું વિવરણ ભગવાન વ્યાસે ગીતામાં પ્રશ્નોત્તરીરૂપે, સંવાદરૂપે આપેલું છે. એમાં અર્જુન કર્મવીર ભક્ત છે અને શ્રીકૃ ષ્ણ પોતે જ્ઞાનમૂર્તિ યોગેશ્વર છે. એ યોગેશ્વર શ્રીકૃ ષ્ણના ઉપદેશનો અર્થ સત્યધર્મી કર્મવીર ગાંધીજીએ પોતાના પારમાર્થિક જીવનના અનુભવને આધારે અહીં સ્વભાષામાં કરી આપ્યો છે. તેથી આમાં તે જીવનવીરની જીવનદૃષ્ટિ પ્રતિબિંબિત થઈ છે. એને અનુભવનો આધાર હોઈ એ વસ્તુ સ્વતઃ પ્રમાણ છે. વાચકો એને એ દૃષ્ટિએ જોશે. ગાંધીજીના તે વખતના શબ્દોમાં જ કહીએ તોૹ આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે. આ કારણે હં ુ એમ ઇચ્છું ખરો કે પ્રત્યેક ગુજરાતી ભાઈબહે ન, જ ેમને ધર્મને આચારમાં મૂકવાની ઇચ્છા છે, તેઓ એ વાંચે, વિચારે અને તેમાંથી શક્તિ મેળવે.

દત્તાત્રેય બાલકૃ ષ્ણ કાલેલકર

ગીતાનું સમાજશાસ્ત્ર કાકાસાહે બની ધર્મદૃષ્ટિ વ્યવહારાભિમુખ છે. એ દૃષ્ટિ ‘મહાભારત’માંથી સત્યના તેર આકારો શોધી લાવે છેૹ સમતા, દમ, અમાત્સર્ય, ક્ષમા, હી, તિતિક્ષા, અનસૂયા, ત્યાગ, ધ્યાન, આર્યતા, ધૃતિ, દયા અને અહિં સા. આ આકારો કાકાસાહે બને ગીતાના સોળમાં અધ્યાયમાં વર્ણવાયેલી દૈવીસંપત્તિનાં છવ્વીસ લક્ષણોની યાદ આપે છે. એ છવ્વીસ લક્ષણોની સામાજિકતા કાકાસાહે બ જુ એ છે અને એ લક્ષણો પર લેખો લખી ‘ગીતાધર્મ’ નામે પુસ્તક તૈયાર કરે છે. આ પુસ્તકને એમણે ‘ગીતાનું સમાજશાસ્ત્ર’ કહે લું છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ 316

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


नवी संस्कृतिनो जूनो पायो

આત્મરચના અથવા આશ્રમી કે ળવણી (લે. જુ ગતરામ દવે)

આપણે સૌ આશ્રમબંધુઓ જ્યાં અને જ ે સ્થિતિમાં હોઈએ ત્યાં આપણા પરમ ઉપકારી આશ્રમ અને તેની કેળવણી માટેની આવી શ્રદ્ધા પોતામાં જાગતી રાખવામાં આપણને મદદ મળે તે હે તુથી આ પ્રવચનો મેં જ ેલવાસની તકનો લાભ લઈને લખી કાઢ્યાં છે. વળી આ વાંચીને સર્વ સ્વરાજ્ય-સૈનિકોમાં આશ્રમી કેળવણી માટે પ્રેમ જન્મે, તે વગર આત્મરચના શક્ય નથી અને આત્મરચના વગર સાચા સ્વરાજ્યની રચના શક્ય નથી એ સત્ય તેઓનાં હૃદયોમાં સ્ફુરે એ પણ આ લખવાનો બીજો હે તુ છે. પહે લો હે તુ તો સાર્થક થશે જ, કારણ કે આપણ સર્વ આશ્રમબંધુઓની વચ્ચે પ્રેમની ગાંઠ છે અને એ પ્રેમને લીધે એકબીજાનાં વચનો કે પ્રવચનો આપણને હં મેશાં મધુર લાગતાં આવ્યાં છે. બીજો હે તુ સિદ્ધ કરવા જ ેટલી મધુરતા આ પ્રવચનોની ભાષામાં હશે? [પુસ્તકના લેખકની પ્રસ્તાવનામાંથી]

મુંબઈ, ૨૫–૫–’૪૬

આશ્રમજીવનનો આદર્શ આપણા અતિ પ્રાચીન

કાળથી સ્વીકારાયો છે અને અજમાવાયો પણ છે. એમાં વખતોવખત ફે રફાર પણ થતા ગયા છે. પ્રાચીન કાળથી અત્યાર સુધી આપણા દેશમાં ઠેકઠેકાણે આશ્રમો સ્થપાયા છે અને જનતાએ શ્રદ્ધાપૂર્વક એ આશ્રમોને નભાવ્યા છે. ગાંધીજીએ હિં દુસ્તાનમાં આવીને સ્થિર થતાં પહે લાં દક્ષિણ આફ્રિકામાં આશ્રમજીવનનો એક પ્રયોગ કરે લો. એ અનુભવને આધારે અને હિં દુસ્તાની સંસ્કૃતિને અનુસરીને એમણે આ દેશમાં નવી ઢબના આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમનો ઇતિહાસ જો અને જ્યારે લખાશે ત્યારે હિં દુસ્તાનના ઘડતરમાં એનો ફાળો કેટલો છે એનો કંઈક ખ્યાલ દુનિયાને મળશે. એ આશ્રમમાં ઘણાં વરસ સુધી રહીને શ્રી જુ ગતરામભાઈએ જ ે અનુભવ મેળવ્યો તેને આત્મરચના અથવા આશ્રમી કેળવણી લેૹ જુ ગતરામ દવે પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર બીજી આવૃત્તિ ૹ 2001 ISBNૹ 81-7229-281-3 પાકું પૂંઠુૹં 5.5 "× 8.5" પાનાંૹ 22+400 • ૱ 125

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

આધારે તેમણે રાનીપરજ લોકો વચ્ચે રાષ્ટ્રસેવાનો એક આશ્રમ ચલાવ્યો છે. એ આશ્રમની નાનીમોટી, કાચીપાકી, અધૂરીપૂરી અનેક આવૃત્તિઓ પણ ઠેકઠેકાણે સ્થપાઈ છે. એવા આશ્રમોમાં જ ે જાતનું જીવન કેળવાય છે, જ ે જાતના આદર્શો સેવાય છે અને જ ે પ્રકારની મુશ્કેલીઓ સામે લડવાનો રસ મણાય છે તેનું વર્ણન આ ચોપડીમાં શ્રી જુ ગતરામભાઈએ વ્યાખ્યાનશૈલીમાં આપ્યું છે. રચનાત્મક કાર્યક્રમને વરે લા રાષ્ટ્રસેવકોને આમાંથી જાણવાનું ઘણું મળશે. ટીકાકારોને ટીકા કરવાનો મસાલો પણ આમાં ઓછો નહીં મળે. કેમ કે શ્રી જુ ગતરામભાઈ જ ે કંઈ લખે છે તે શ્રદ્ધાના નિશ્ચયથી લખે છે; કેવળ લોકોની જાણ માટે નથી લખતા, પણ લખે છે એનો સ્વીકાર કેમ ન થાય એ જાતના ઉત્કટ આગ્રહથી લખે છે. એવું લખાણ ભેજાના એક ખૂણામાં પડ્યું નથી રહે તું. જ ેમ જૂ ના કાળનો પરશુરામ ‘લડ નહીં તો લડનાર આપ’ કહીને લોકોને અસ્વસ્થ કરતો તેવી જ રીતે શ્રી જુ ગતરામભાઈ ‘મારી વાત સાંભળી લો, સમજી લો અને સ્વીકારો’ એવા આગ્રહથી લોકોને જાગ્રત અને અસ્વસ્થ કરે છે. સાહિત્યસેવા એ એમનો સૌથી પહે લો રસ હતો. એ રસ એમણે ઘણો ઓછો કર્યો. પણ એમની 317


સમર્થ લેખકો અનેક જાતનું સાહિત્ય પેદા કરે છે, અનેક વિષયો ખેડે છે, અને સમાજની વિવિધરંગી

સેવા કરે છે. પણ એમની કોઈ એક વિશેષ ચોપડીમાં જ તેઓ પોતાનું જીવનસર્વસ્વ ઠાલવી દે છે. શ્રી જુ ગતરામભાઈ વિશે એમ કહી શકાય કે, આ

ચોપડીમાં એમણે પોતાની જાતને જ રેડી દીધી છે. આમાં એમનો જિંદગીભર કેળવેલો સ્વભાવ ચિત્રિત

થયો છે, જીવનનો આદર્શ પ્રતિબિંબિત થયો છે. આશા અને નિરાશામાં એમને ટકાવી રાખનાર

એમની જીવનપ્રેરણા આમાં સંઘરેલી છે. આ ચોપડી

વાંચીને લોકો કહી શકે કે જુ ગતરામભાઈનો અહી ં પૂરેપૂરો પરિચય અમને થયો

સાહિત્યિક શક્તિ તો ખીલતી જ ગઈ છે. ગદ્ય, પદ્ય, નાટક, નિબંધ, જીવનચરિત્ર, પાઠ્યપુસ્તક — અનેક ક્ષેત્રોમાં એમણે પોતાની કલમની શક્તિનો પરિચય આપ્યો છે. એ શક્તિનો જ પરિપાક આજ ે આપણને આ ચોપડીમાં મળે છે. મારી સાથે રહે વા આવ્યા એટલે એમણે સ્વાભાવિક રીતે રાષ્ટ્રીય શિક્ષકનું વ્રત લીધું. સાબરમતી આશ્રમમાં શું અને એમના વેડછી આશ્રમમાં શું, જુ ગતરામભાઈ સમર્થ અને સફળ કેળવણીકાર તરીકે દીપ્યા છે. એ શિક્ષકની શૈલીનો પરિપાક પણ એમની આ ચોપડીમાં દેખાઈ આવે છે. સાહિત્ય અને શિક્ષણ સાથે સેવા અને ત્યાગનો એમને રસ લાગ્યો. એ રસ પણ એમની આ આશ્રમી કેળવણીની ચોપડીમાં છલોછલ ભરે લો દેખાય છે. ત્યાગ અને સેવામાં જ જુ ગતરામભાઈ જીવનની સમૃદ્ધિ, એની પરિપૂર્તિ અને જીવનરસની તૃપ્તિ અનુભવે છે; અને તેથી જ કઠણ ગણાતા, કંઈક અંશે રુક્ષ ગણાતા, આશ્રમજીવનનું આટલું રસભર્યું માહાત્મ્ય કે સ્તોત્ર તેઓ ગાઈ શક્યા છે. જુ ગતરામભાઈનો માણસ તરીકે ઊંચે ચડાવનાર મુખ્ય ગુણ એમની લોકસંગ્રહ શક્તિ છે. એમનો 318

મનુષ્યપ્રેમ એમનામાં પહે લેથી પ્રગટ થયેલો છે. અકૃ ત્રિમ સહાનુભૂતિથી તેઓ અનેક લોકોને જીતી લે છે. સહાનુભૂતિ સ્વાભાવિક હોય છે ત્યારે જ એની સુંદર અને આબાદ અસર થાય છે. સહાનુભૂતિ કેળવી કેળવાતી નથી. કેળવેલી સહાનુભૂતિ જબરદસ્તીથી પચાવેલા ખોરાક જ ેવી હોય છે. એમાંથી શુદ્ધ અને શુભ જીવનરસ ખીલતો નથી. જુ ગતરામભાઈએ પોતાની ઉપજત સહાનુભૂતિને કારણે નાનામોટા અનેક લોકોને પોતાની આસપાસ ભેગા કર્યા છે. અનેક લોકોની પાસેથી તેમણે ઉત્તમમાં ઉત્તમ સેવા કરાવી છે; અનેક લોકોની ભક્તિના તેઓ ભાજન થયા છે. પણ પ્રેમ સાથે અનાસક્તિનો યોગ સાધેલો હોવાથી તેઓ કોઈના મોહમાં કેદ થતા નથી, અલિપ્તના અલિપ્ત રહે છે. અને તેથી જ પોતાના સહવાસમાં આવેલા લોકોને તેઓ ચડાવી શકે છે. બધી જાતની સંસ્કારિતા મેળવવાની અને કેળવવાની એમને તક મળ્યા છતાં અને એનો પૂરો લાભ લીધા છતાં જુ ગતરામભાઈ ‘સંસ્કારિતા’ના પાશબંધમાં સપડાયા નથી. હૃદયની કોમળતા એમનામાં છે, પણ ‘સંસ્કારિતા’નું પોચાપણું અને ઠાવકાઈ એમણે પોતાની પાસે આવવા દીધા નથી. અને તેથી જ તેઓ લોકજીવનથી અળગા થયા નથી. એમની ભાષાશૈલી, એમની કાર્યપદ્ધતિ અને એમની જીવનદૃષ્ટિ — ત્રણે લોકજીવનને અનુકૂળ જ રહી છે. પરિણામે ગામડાંના લોકો પૂરેપૂરી આત્મીયતાથી એમની આસપાસ વીંટળાઈ વળે છે. ખરે ખર, જુ ગતરામભાઈ આપણી ભોળી જનતાના દરબારમાં પહોંચી ગયેલા સંસ્કારી દુનિયાના એલચી છે. બંને દરબારમાં તેઓ આબાદ રીતે પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે અને તે તે દરબારનો વિવેક સાચવે છે. ગામડાંનું જીવન, તેના તમામ સવાલો, સમગ્ર ગ્રામસેવા, ખાદીની કેળવણી, બાલશિક્ષણ, [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


પ્રૌઢશિક્ષણ, સત્યાગ્રહની પૂર્વતૈયારી, જ ેલજીવનનું શાસ્ત્ર—આમ સમાજશાસ્ત્રનાં બધાં જ અંગોનું એમને અનુભવમૂલક પ્રત્યક્ષ જ્ઞાન છે. એ જ્ઞાનમાંથી આશ્રમજીવનને માટે જ ેટલી સૂચનાઅો એમને જરૂરી લાગી તે બધી વિસ્તારપૂર્વક, શબ્દોની જરા સરખી કંજૂસાઈ કર્યા વગર એમણે આ ચોપડીમાં વણી કાઢી છે. શ્રી જુ ગતરામભાઈએ માતાની વૃત્તિ અને શૈલી બરાબર કેળવેલી છે. આત્મરચનાએ એમની ચોપડી એમના એ માતૃહૃદયની પૂરેપૂરી સાક્ષી પૂરે છે. સમર્થ લેખકો અનેક જાતનું સાહિત્ય પેદા કરે છે, અનેક વિષયો ખેડ ે છે, અને સમાજની વિવિધરં ગી સેવા કરે છે. પણ એમની કોઈ એક વિશેષ ચોપડીમાં જ તેઓ પોતાનું જીવનસર્વસ્વ ઠાલવી દે છે. શ્રી જુ ગતરામભાઈ વિશે એમ કહી શકાય કે, આ ચોપડીમાં એમણે પોતાની જાતને જ રે ડી દીધી છે. આમાં એમનો જિંદગીભર કેળવેલો સ્વભાવ ચિત્રિત થયો છે, જીવનનો આદર્શ પ્રતિબિંબિત થયો છે. આશા અને નિરાશામાં એમને ટકાવી રાખનાર એમની જીવનપ્રેરણા આમાં સંઘરે લી છે. આ ચોપડી વાંચીને લોકો કહી શકે કે જુ ગતરામભાઈનો અહીં પૂરેપૂરો પરિચય અમને થયો. કુ નેહપૂર્વક સાધેલો ઇંદ્રિયજય, નિરપેક્ષભાવે ચલાવેલી લોકસેવા અને એ સાધનામાંથી ઉત્પન્ન થતી મુમુક્ષુની વિશ્વાત્મૈક્ય દૃષ્ટિ, આ ત્રણ તત્ત્વો આશ્રમજીવનના પાયામાં હોય છે. આખું માનવી જીવન જો આ ત્રણ તત્ત્વોના પાયા પર રચવામાં આવે તો માણસનું જીવન શુદ્ધ, સમર્થ, સમૃદ્ધ અને કૃ તાર્થ થયા વગર રહે જ કેમ? એ રીતે જોતાં આવું આશ્રમજીવન એ ખરે ખર તો સમગ્ર માનવી જીવનની પરિપૂર્તિ છે. પણ માણસને હજી એનો પૂરતો સ્વાદ લાગ્યો નથી. માનવજીવન લાખો વરસની પ્રયોગપરં પરા છે. नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

એમાં માણસે નર્યો અને નાગો સ્વાર્થ અજમાવી જોયો. એમાં એને સંતોષ ન થયો અંતે એણે પરસ્પર સહયોગવાળું સામાજિક જીવન કેળવ્યું. કુ ટુબ ં ની અંદર ગૃહસ્થાશ્રમ અને કુ ટુબ ં બહાર સામાજિક પ્રજાજીવન કેળવીને માણસજાત જ ેમતેમ પ્રગતિ કરી રહી છે. આવા જીવનથી માણસ હવે એવો તો ટેવાઈ ગયો છે કે આથી ઉચ્ચ કે ઊજળું જીવન કોઈ રજૂ કરે ત્યારે સામાન્ય માણસ કાંઈક અકળાય છે. પોતાની અકળામણ વ્યક્ત કરવાના માણસે બે રસ્તા શોધી કાઢ્યા છેૹ જ ે વસ્તુ આપણને ફાવતી નથી તેની કાં તો સારી પેઠ ે પૂજા કરો અને એને સિંદૂર લગાડી કોરે મૂકો, અથવા સારી પેઠ ે એની નિંદા કરી એને ઉતારી પાડો અને એને અવ્યવહારુ ઠેરવી દો. આશ્રમજીવન વિશે આપણા સમાજ ે બંને પ્રકાર અજમાવી જોયા છે એ આપણે ક્યાં નથી જાણતા? કેટલા સાધુ પુરુષોએ ગૃહસ્થાશ્રમ અને સમાજિકજીવન બંનેથી અકળાઈ એક જાતનો નિવૃત્તિમાર્ગ સ્વીકાર્યો. ખરે ખર એમાં જીવનથી નાસી છૂટવાની જ વાત હતી. પ્રવૃત્તિ ચલાવો તો મોહમાં સપડાઈ જવાય છે. નિવૃત્તિ કેળવો તો જીવન શૂન્ય બને છે. આ બે સંકટમાંથી બચી જવા માટે ગીતાજીએ જ ે અનાસક્તિયોગ શીખવ્યો તેના જ જીવનભાષ્ય તરીકે ગાંધીજીએ આશ્રમધર્મ ચલાવ્યો. ‘આદર્શ રીતે દેશસેવા કરતાં શીખવું અને દેશ સેવા કરવી’ એ આદર્શથી પ્રેરાઈને એમણે સત્યાગ્રહ–આશ્રમ ચલાવ્યો. અન્યાયનો પ્રતિકાર કરવા માટે સત્યાગ્રહ અને રાષ્ટ્રની સાત્ત્વિક શક્તિ ખીલવવા માટે રચનાત્મક કાર્યક્રમ, આ બે વસ્તુઓ ગાંધીજીએ સૌથી પહે લવહે લી પોતાના આશ્રમમાં વાવી. કટોકટીનો પ્રસંગ આવે ત્યારે આશ્રમની ‘મારી આ ખડીફોજ લઈને લડીશ’ એવા આત્મવિશ્વાસના સંકલ્પ સાથે એમણે આશ્રમની સ્થાપના કરી. એ કસોટીમાં આશ્રમવાસીઓ કેટલે 319


દેશોના લોકોએ જ ે પ્રયોગો કર્યા છે તેમનો અભ્યાસ કરવો જોઈએ અને જીવન પરાયણ થઈ, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર, ત્રણે ખીલવતાં ખીલવતાં શુદ્ધમાં શુદ્ધ જીવનશાસ્ત્ર ને જીવનકલા રચવાં જોઈએ. આશ્રમી આદર્શ અને આશ્રમી જીવન રૂઢિવાદીઓ માટે નથી, એક જ ચીલે ચાલનાર ઘાંચીના બળદો માટે નથી; જીવનપરાયણ પ્રયોગવીરો માટે છે. શ્રી જુ ગતરામભાઈની ચોપડી વાંચી એમની નિષ્ઠા અને એમનો ઉત્સાહ ધારણ કરી, આદર્શ જીવનનાં, સમાજસેવાનાં અને માનવી ઉત્કર્ષનાં કાર્યોમાં પ્રયોગ કરનાર લોકો આપણા જમાનામાં પાકો એ જ આ ‘આત્મરચના’ની ખરી ફલશ્રુતિ છે.

દરજ્જે પાર ઊતર્યા એ તો સમાજ જાણે અને દરે ક આશ્રમવાસી પોતાના અંતરમાં જાણે. પણ ગાંધીજીથી માંડીને લગભગ બધા જ આશ્રમવાસીઓ  અધિકારના રાજકારણ (‘પાવર પૉલિટિક્સ’) થી અલગ રહ્યા છે એ બીના સામાન્ય માણસના પણ ધ્યાનમાં આવ્યા વગર રહે તી નથી. મગનલાલભાઈ અને નારણદાસભાઈ, મહાદેવભાઈ અને નરહરિભાઈ, વિનોબા અને જુ ગતરામભાઈ, કિશોરલાલ મશરૂવાળા અને આપ્પાસાહે બ પટવર્ધન, પરીક્ષિતલાલ અને બબલભાઈ, મામાસાહે બ અને સુરેન્દ્રજી એક્કે એ કોઈ પણ ઠેકાણે અધિકારની લાલસા રાખી નથી. આશ્રમવાસીઓએ આશ્રમના આદર્શમાં પણ અનેક પ્રયોગો કરવા જોઈએ. દુનિયાના બીજા

काका कालेलकर

જીવનશિક્ષણના આચાર્ય કૌટુબિ ં ક જીવનના અંગત પ્રશ્નોના ઉકેલમાં પણ કાકાસાહે બનું માર્ગદર્શન બહુ તત્ત્વનિષ્ઠ છતાં વ્યવહારુ નીવડતું રહે છે. કાકાસાહે બ જીવનશિક્ષણના જ આચાર્ય રહ્યા છે એટલે વિદ્યાર્થીઓના ચારિત્રઘડતરમાં એમને સૌથી વધારે રસ રહે છે. આજની પ્રચલિત કેળવણીમાં એ ભૂગોળ, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન કે સાહિત્યના વિષયોની જ એકમાત્ર ચિંતા આપણા આચાર્ય અધ્યાપકો કરતા રહે છે. વિદ્યાર્થીઓની સાથેના એમના સંબંધો પુસ્તકો અને વ્યાખ્યાનોથી સદા ઘેરાયેલા રહે છે. એવા સંબંધોમાં વિદ્યાર્થી એક જીવંત વ્યક્તિત્વથી વીંટળાયેલા ચૈતન્યપૂર્ણ આત્મા છે એનો નહીં જ ેવો જ ખ્યાલ આજની કેળવણી કે આજના અભ્યાસક્રમને કે આજના અધ્યાપક શિક્ષકોને રહે છે. કાકાસાહે બ તો એવા જડ વાતાવરણને વીંધીને એમની પ્રેમાળ વિદ્વત્તાથી વિદ્યાર્થીજીવનના વ્યક્તિત્વને સ્પર્શ કરી એના અંગત જીવનના ભીતરમાં પહોંચી જાય છે. વિદ્યાર્થી પોતાના જીવન-વ્યવહારોમાં જીવનની સંસ્કૃતિનું કઈ રીતે તેજ પ્રગટાવે છે એની એઓ નિરં તર કાળજી રાખે છે. વિદ્યાર્થીઓ આથી જ કાકાસાહે બને પોતાના પિતા અને વડીલ ગણે છે અને પોતાના અંગત જીવનની બધીયે વાતો કરવામાં સંકોચ અનુભવતા નથી. દિલખુશ બ. દીવાનજી 320

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


भजनावलि का विकास

आश्रम-भजनावलि (सं. कै. खरे शास्त्री, मो. क. गांधी और अन्य...)

दुःख की बात है कि भजनावलि की नई आवृत्ति की प्रस्तावना मुझे लिखनी पडती है। संग्रह करने वाले तो कै. खरे शास्त्री थे। लिखने की योग्यता मैं नहीं रखता; फिर भी इतना तो कह सकता हूँ कि जो संग्रह किया गया है, उसमें मुख्य हेतु यह है कि नैतिक भावना प्रबल हो। यह भी समझने लायक बात है कि एक एेसा समूह पैदा हो गया है, जो इन भजनों को कई बरसों से भक्ति-भाव से पढ़ता आया है। तीसरी बात यह है कि इस संग्रह में किसी भी एक सम्प्रदाय का ख़याल नहीं रखा गया है। सब जगह से जितने रत्न मिल गये, इकठ्ठे कर लिये गये हैं। इसलिए इसे काफ़ी हिन्दु, मुसलमान, खिस्ती, पारसी शौक से पढते हैं और इससे कुछ-न-कुछ नैतिक खुराक पाते हैं। संस्कृत श्लोकों का अर्थ देनें में भाई किशोरलाल मशरुवालाने काफी परिश्रम उठाया हैं। [પુસ્તકના લેખકની પ્રસ્તાવનામાંથી] 1-1-’50

गांधीजी जब दक्षिण अफ्रीका में थे और वहाँ उन्होंने

सामुदायिक जीवन का प्रारंभ किया, तब वहाँ शाम की ही प्रार्थना होती थी। उस समय जो भजन गाये जाते थे, उनका संग्रह “नीतिनां काव्यो” के नाम से उन्होंने प्रकाशित किया था। साथ साथ गीता में से स्थितप्रज्ञ के लक्षण भी प्रार्थना के समय गाने का रिवाज उन्होंने चालू किया। सन 19141 में जब गांधीजी ने स्थायी रूप से हिन्दुस्तान में आकर रहने का तय किया, तब उनके आश्रमपरिवार के लोग कुछ दिन के लिए शान्तिनिकेतन में रहे थे। इसका एक फल यह हुआ कि भजनों में रविबाबू के कुछ सुन्दर सुन्दर गीत दाखिल हुए। जब आश्रम-भजनावलि प्रकाशक ः नवजीवन प्रकाशन मंदिर पैंतालीसवाँ पुनर्मुद्रण, वर्ष 2015 ISBNः 978-81-7229-004-7 पेपर बॅक साइझ ः 4× 5.5" पृष्ठ ः 16 + 270 ૱ 30

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

मैं शान्तिनिकेतन गया और गांधीजी के परिवार में शरीक हुआ, तब मैंने सुबह की प्रार्थना शुरू की। वह थी महाराष्ट्र के संतों की परंपरा की प्रार्थना। उस में मैंने अपनी रुचिके कुछ श्लोक बढ़ाये थे। श्रीमद् राजचन्द्र के साथ गांधीजी का कुछ पत्रव्यवहार दक्षिण अफ्रीका से हुआ था, जिसमें दोनों ने काफ़ी धर्मचर्चा की थी। अहमदाबाद आकर जब गांधीजी ने कोचरब में आश्रम की स्थापना की, तब उन्होंने हमारी प्रार्थना में राजचन्द्रजी के कुछ भजन ले लिये। प्रार्थना के बाद गांधीजी स्वयं राजचन्द्र का राजबोध पढ़ कर सुनाते थे। उसके बाद गांधीजी ने आश्रमवासी महाराष्ट्रीयों के संतोष के लिए अपनी ही इच्छा से समर्थ रामदास का मनोबोध1भी कुछ दिन के लिए चलाया था। अहमदाबाद में आश्रम के स्थिर हो जानेके बाद गांधीजी ने सुबह की प्रार्थना में से कुछ श्लोक कम करके उसको निश्चित रूप दिया। प्रात:स्मरण के 1 હિં દુસ્તાન પરત ફરવા માટે ૧૮મી ઑગસ્ટ, ૧૯૧૪ના રોજ કેપટાઉનથી આગબોટમાં બેઠા અને લંડન થઈને ૯, જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ મુંબઈ બંદરે ઊતર્યાં. –સં. 321


तीन श्लोक रखे तो सही, किन्तु उनके बारेमें उन्होंने कहा कि “अद्वैत सिद्धान्त को मैं मानता हूँ, लेकिन ‘तद् ब्रह्म निष्कलमहम् न च भूतसंघ:’ कहते संकोच होता है। क्योंकि उतनी साधना अभी पूरी नहीं हुई है।” कोचरब से आश्रम साबरमती के किनारे वाड़ज के पास गया, तब संगीताचार्य श्री नारायणराव खरे आश्रम में आये। उनके साथ हिन्दुस्तानी संगीत और भजनों की समृ​ृद्धि आई। रामधुन भी आई। पंडित खरे, मामा फडके , श्री विनोबा और बाळकोबा भावे और मैं ह्न इनके कारण महाराष्ट्र के संतकवियों की वाणी भी आश्रम-प्रार्थना में शामिल हुई। विनोबा और मैं उपनिषद् के उपासक ठहरे। उपनिषद्-स्मरण के बिना हमारी प्रार्थना पूरी कैसे हो सकती? लेकिन उपनिषद् के वचन प्रार्थना में नहीं, बल्कि प्रार्थना के बाद जो प्रवचन होता था उसमें काम में लिये जाते थे। अफ्रीका के दिनों से ही गांधीजी का नियम था कि जिस तरह आहार में हरएक को उसके अनुकूल खुराक दी जानी चाहिये, उसी तरह प्रार्थना में भी हरएक को उसकी रुचि का और श्रद्धा का आध्यात्मिक आहार मिलना चाहिए1 एक तमिल भाईने अपने लड़के जब गांधीजी के सुपुर्द किये, तब गांधीजीने प्रार्थना में एक तमिळ भजन शुरू किया। आश्रम में जब एक भी तमिळ लड़का नहीं रहा, तब भी कई बरसों तक वह भजन नियमित रूपसे गाया जाता था। उसके पीछे स्व॰ श्री मगनलालभाई की श्रद्धा थी। भारतवर्ष के भक्तोंने अनादि काल से भक्ति के स्तोत्र लिखे हैं। रामायण, महाभारत, भागवत और अन्य पुराणों में जगह जगह ये स्तोत्र पाये जाते 1. मंगल-प्रभात (व्रत-विचार) में सर्व धर्म-समभाववाले दो प्रकरण देखिये 322

हैं। इनका कुछ स्वाद प्रार्थना में लाने के लिए स्तोत्रराज मुकुन्दमाला में से, पांडवगीता में से और शंकराचार्य की मानी गई द्वादशपंजरी में से मैंने कुछ श्लोक लिये। जब स्वामी सत्यदेव कुछ समय के लिए आश्रम में रहने आये, तब तुलसी-रामायण का पाठ शुरू हुआ। मैंने आश्रम में गीतापाठ शुरू कर ही दिया था, लेकिन वह उच्चारण मात्र तक सीमित था। बच्चों की पढ़ाई में दार्शनिक चर्चा नहीं लानी चाहिये, इस अभिप्राय से मैं उनके सामने गीता का अर्थ करने नहीं बैठता था। लेकिन गांधीजीने भारपूर्वक कहा कि गीता के उपदेश का परिचय सबको बचपन से ही हो जाय यह इष्ट है। फिर हमने शाम की प्रार्थना के साथ गीता के श्लोकों का विवरण शुरू किया। कई लोगोंने गीता का वर्ग चलाया, लेकिन गीता पर अधिक से अधिक ज़ोर दिया श्री विनोबाने। इस सारी प्रवृ​ृति के कारण सारे आश्रम पर गीता के श्लोक कंठ करने की धुन सवार हो गई। आश्रमवासी शुद्ध उच्चारण से और अच्छे स्वर में अध्याय के पीछे अध्याय बोलने लगे। इसमें से गीतापाठ का क्रम शुरू हो गया। रोज़ एक अध्याय का क्रम काफ़ी अरसे तक चला। इसके बाद दो सप्ताह में सारी गीता पूरी होने लगी। इससे एक कठिनाई पैदा हुई। हिन्दुस्तान में अनेक जगह आश्रम खुल गये थे। चन्द आश्रम अपनी अपनी अलग प्रार्थना चलाते थे। चन्द लोगों का आग्रह था कि गांधीजी के आश्रमकी ही प्रार्थना, उसीका समय और उसीका क्रम हर आश्रम में चलाया जाये। दो सप्ताह में पूरी होनेवाली गीता किस दिन शुरू हो और किस दिन पूरी हो, इसका पता बिना लिखापढ़ी किये मालूम कैसे हो? सन 1930 में [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


यरवदा जेलमें मैंने गांधीजी के सामने सुझाव पेश किया कि सारी गीता एक सप्ताह में पूरी की जाये। गांधीजी ने जेलसे बाहर के सबकी राय पूछी। बहुतों ने इसका विरोध करते हुए यह दलील दी कि समय बहुत जायेगा। दूसरा सुझाव किया गया कि सुबह शाम मिल कर उस दिन की गीता पूरी की जाये। आखिरकार स्वयं गांधीजी ने निश्चय किया कि गीतापाठ एक सप्ताह में ही पूरा हो। अध्यायों के विभाग श्री विनोबाने तैयार किये। तबसे यह सिलसिला आश्रम में अबाधित चलता आया है। सोमवार पू॰ बापूजी के मौन का दिन होनेसे उस दिन उनका प्रवचन नहीं हो सकता था, इसलिए सोमवार के लिए ज्यादा श्लोक रखे गये। हमारी प्रार्थना में उपनिषद्, रामायण, महाभारत, कुरान और संत-साहित्य, सबमें से चुनाव किया गया था। लेकिन प्रारंभ वेदवाणी से होना चाहिये यह मेरा आग्रह था। इसलिए मंत्रोपनिषद् ईशावास्य में से पहला मंत्र लिया गया। गांधीजी को यह मंत्र इतना पसन्द आया कि उस पर उन्होंने अनेकों सभाओं में प्रवचन किये। और सुबह व शाम दोनों वक्त़ की प्रार्थना के प्रारंभ में उसे स्थान दिया। प्रार्थना के भक्तों में श्री महादेवभाई को भी गिनना चाहिये। उनके आग्रह से ‘अकल कला खेलत नर ज्ञानी’ जैसे भजन आ गये। पू॰ बापूजी ने स्वयं ‘वृ​ृक्षन से मत ले’ जैसे भजन पसन्द कर के दिये। ‘वैष्णव जन’ का भजन तो उनका प्रिय और आदर्श भजन था ही। हरएक महत्त्व के मौक़े पर ‘वैष्णव जन’ गाकर ही वे कार्य का प्रारंभ करते थे। ‘हो रसिया, मैं तो शरण तिहारी’ जैसे दो तीन भजन श्री किशोरलालभाई की देन हैं। आश्रम के एकादश व्रतों का श्लोक श्री विनोबाने

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

बनाया। उसी का गुजराती श्री जुगतरामभाई1 ने बना दिया और हिन्दी श्री सियारामशरणजी गुप्तने। आश्रम में जब विद्यार्थियों के लिए एक शाला खोल दी गई, तब उस विद्यामंदिर के लिए एक अलग प्रार्थना की ज़रूरत मालूम हुई। उसके लिए मैंने अपने प्रिय श्लोक निश्चित किये। ‘असतो मा सद् गमय’ की भव्य प्रार्थना विद्यालय के लिए आवश्यक थी ही। साथ साथ आदर्श भक्त विद्यार्थी ध्रुव का वचन भी बालकों की प्रार्थना में रखना सब तरहसे उचित था। ‘योडन्त:प्रविश्य’ वाले श्लोक का माहात्म्य गायत्री मंत्रसे कम नहीं है। ‘ॐ सह नाववतु’ का शान्तिपाठ तो गुरु-शिष्यों के लिए ही है। वह भी लिया गया। सर्व-धर्म-सम-भाव का बीज ‘विष्णुर्वा त्रिपुरान्तको’ वाले श्लोक में पाया जाता है। ‘एकम् सत्, विप्रा बहुधा वदन्ति’ वाले वेदमंत्र में वही भाव है, लेकिन वह प्रार्थना-स्वरूप न होने से नहीं लिया गया। उसे भजनावलि की प्रस्तावना में स्थान मिला। आश्रम में जब स्त्रियों के लिए एक स्वतंत्र वर्ग चलाने का निश्चय हुआ और बापूजी स्वयं उसे लेने लगे, तब स्त्रीवर्ग के लिए एक अलग प्रार्थना गांधीजी ने पसन्द की। उसका विवेचन स्त्रीवर्ग के लिए लिखे हुए बापू के पत्रों में काफ़ी आ गया है। गांधीजी जब वर्धा में रहने लगे, तब एक जापानी बौद्ध साधु प्रार्थना के पहले अपने कुछ मंत्र बोलता था और चमड़े का एक पंखा बजाता था। युद्ध शुरू 1. સત્ય, અહિં સા, ચોરી ન કરવી વણજોતું નવ સંઘરવું બ્રહ્મચર્ય ને જાતે મહે નત કોઈ અડે ના અભડાવું. અભય, સ્વદેશી, સ્વાર્થત્યાગ ને સર્વધર્મ સરખા ગણવાં એ અગિયાર મહાવ્રત સમજી નમ્ર પણે દૃઢ આચરવાં (જુ ગતરામ દવે)

–સં. 323


नहीं, इसलिए उनके भजनों का या मंत्रों का हमारी प्रार्थना में अभाव था। सन 1942 के आज़ादी के आन्दोलन के कारण उस समय की अंग्रेज सरकारने जब गांधीजी को गिरफ्त़ार करके पूना के आगाखान महल में रखा, तब प्रसंगवशात् डॉ. गिल्डर को भी वहाँ रखना पड़ा। गांधीजीने तुरन्त उनको अपनी प्रार्थना में खींच लिया और उनके पाससे जरथुष्ट्री गाथाओं में से प्रार्थना माँगी। उस चर्चा के फलस्वरूप एक जरथुष्ट्री गाथा भी हमारी प्रार्थना का एक अंग बन गई। मुझे याद नहीं कि सिंधी भजन कब और कैसे आया। उससे अच्छे कई भजन उस भाषा में हैं, जिनको भजनावलि में स्थान मिलना चाहिये। धुनों में हिंदी और महाराष्ट्री धुन ही अधिकांश है। अबकी बार एक कर्णाटकी धुनने भी स्थान पाया है। कठिन शब्दों का कोश कभी भी संतोषकारक नहीं हो सका है। अगली आवृ​ृति में उसकी तरफ़ ध्यान देने का संकल्प है। प्रार्थना चलाने वाले गायकों की सुविधा के लिए अबकी बार भजनावलि में भजनों की रागवार अनुक्रमणिका भी दी है, जिससे आसानी से ढूँढ़ा जा सकता है कि भजनावलि में अमुक राग के भजन कौन से हैं और वे कहाँ हैं।

होते ही सरकार उसे गिरफ्त़ार करके ले गई। उस साधु के स्मृ​ृतिरूप गांधीजी ने उसके जापानी मंत्र का स्वीकार कर लिया और उसे प्रार्थनाके पहले ही रखा। श्री अब्बास तैयबजी की लड़की कुमारी रैहाना तैयबजी जब थोड़े दिनों के लिए गांधीजी के साथ रहने आयी, तब उसने अपने मधुर कंठ के भजनों के साथ स्थितप्रज्ञ के संस्कृत श्लोक भी शुद्ध उच्चारण और गंभीर भाव के साथ गाकर लोगों को आश्चर्यचकित किया; और बापूसे इजाज़त लेकर लोगों को क़ुरान के ‘अल् फ़ातिहा’ और ‘सूरत-इइख्लास’ सिखाये। इस तरह सनातनी और बौद्ध धर्म के साथ इस्लामका भी अंतर्भाव हुआ। हिन्दुस्तानी भजनों में नज़ीर आदि मुस्लिम कवियों के भजन पहले से थे ही। और ख्रिस्ती भजनों का संग्रह तो गांधीजी ने स्वयं दक्षिण अफ्रीका से ही किया था। उसमें से Lead Kindly Lightवाला भजन बापू को इतना प्रिय था कि उन्होंने हिन्दुस्तान आते ही गुजरात के अनेक कवियों के पास उसके अनुवाद माँगे। उन सब अनुवादों में बापूजी को श्री नरसिंहराव दिवेटिया का ‘प्रेमळ ज्योति’ वाला अनुवाद विशेष भाया और उसीको उन्होंने भजन-संग्रहमें ले लिया। आश्रम में कोई पारसी बहन या भाई आकर रहे 2

भजनावलि के विकास का जो क्रम ऊपर बताया है, उससे एक बात स्पष्ट हो जायगी कि किसी भी भजन-साहित्य में से अच्छेसे अच्छे सब भजन इकठा करने का या सबकी सब प्रान्तीय भाषाओं में से भजन चुनने का यहाँ तनिक भी प्रयत्न नहीं हुआ है, हालाँकि एेसा करने का इरादा शुरू से ही दोतीन आश्रमवासियों का था और गांधीजी को भी वह बात 324

पसन्द थी। इस भजन-संग्रहमें आश्रम-जीवन का ही यथार्थ प्रतिबिम्ब है। आश्रम का जीवन जैसा जैसा समृ​ृद्ध होता गया, वैसा वैसा यह भजन-संग्रह भी बढ़ता गया। गांधीजीने कई बार सूचना की थी कि अगर आश्रम के सिद्धान्तों के खिलाफ़ कोई भाव किसी भजन में आते हों, तो उस भजन को भजनावलि में से निकाल [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


किन्तु खूबी है। एेसे आध्यात्मिक संस्कार से ही हम सर्व-धर्म-सम-भाव का सिद्धान्त आसानी से ग्रहण कर सके हैं। इसके बारे में गांधीजीने ‘व्रत-विचार’ या ‘मंगल-प्रभात’ में विस्तार के साथ लिखा है। एक दिन गांधीजी ने मुझे पूछा, “आज आश्रम में अधिकांश लोग हिन्दू ही हैं। अगर एेसा न हो कर मुसलमान या ईसाई अधिक होते तो प्रार्थना का स्वरूप कैसा होता?” मैंने कहा, “जिस तरह हमने भिन्न-भिन्न पंथ के श्लोक लिये हैं, वैसे उनकी प्रार्थना के हिस्से भी लिये होते।” गांधीजी ने कहा, “इतना ही नहीं; गीता की जगह हम क़ुरान शरीफ़ या बाइबल रख देते। हमारा आश्रम किसी एक धर्म का नहीं है। सब धर्मो का है। सबकी सहूलियत जिसमें अधिक हो वैसा ही वायुमंडल हमें रखना चाहिये। सर्व-धर्म-सम-भाव का यही अर्थ है।”

दिया जाय। मसलन्, मृ​ृत्य का डर दिखानेवाले भजन हमारे काम के नहीं हैं। वैराग्य का उपदेश करने के लिए स्त्रीजाति की निन्दा करनेवाले कोई भजन हों, तो वे भी हमारे काम के नहीं हैं। जिन भजनों में भक्तिभाव नहीं है या जो भजन कृत्रिम हैं और कवि का सारा प्रयत्न अनुप्रासादि शब्दालंकार सिद्ध करने का ही हो, एेसे भजन भी पसन्द नहीं करने चाहिये। भक्ति बढ़ाने के लिए जो भजन लालच ही दिखाते हैं, वे भजन भी शंकास्पद समझे जाने चाहिये। सुबह की प्रार्थना में अनेक देव-देवियों की उपासना आती है। इसका विरोध भी अनेक आश्रमवासियोंने किया था। गांधीजीने कहा कि ये सब श्लोक एक ही परमात्मा की उपासना सिखाते हैं। नाम-रूप की विविधता हमें न केवल सहिष्णुता सिखाती है, बल्कि हमें सर्व-धर्म-सम-भाव की ओर ले जाती है। यह विविधता हिन्दू धर्म की खामी नहीं

काका कालेलकर 

ગાંધીજીનું વાક્ય તે કાકાનો નાનકડો લેખ કાકા ‘દત્તાત્રેય’ છે. તેમણે દત્તાત્રેયથી વધારે નહીં તો ઓછા ગુરુઓ તો નહીં કર્યા હોય એવી મારી ધારણા છે. તે ગમે તેમ હો, પણ તેમના અંતિમ ગુરુ કે ઉપાસ્ય ગાંધીજી છે. ગાંધીજી અને કાકા વચ્ચે ઘણી બાબતોમાં ઘણું અંતર છે, એ કહે વાની જરૂર ન હોય; પણ પ્રસ્તુત ‘ધર્માનુભવની સ્મરણયાત્રા’ અને બીજી ‘સ્મરણયાત્રા’ તે એક રીતે કાકાસાહે બની આત્મકથા જ છે. ગાંધીજીએ આત્મકથા આપી જગતને મુગ્ધ કર્યું છે, કાકાસાહે બે આત્મકથા આપી આબાલસ્ત્રીજન ઉપરાંત વિદ્વાનોને અને સાક્ષરોને પણ આકર્ષ્યા છે, તૃપ્ત કર્યા છે. ગાંધીજી જ ે કહે વું હોય તે સીધેસીધું કદી દે. મૂર્તિ વિશે શું વિચારે છે અને શું વિચારતા, એવી કોઈ બાબત વિશે કહે વું હોય ત્યારે કાકાસાહે બ કાવ્યકલ્પના દ્વારા તે નાનકડી દેખાતી ઘટનાને ખૂબ ફુલાવી, વિકસાવી અને મનોરમ તર્ક અને આસપાસના અનુભવોના રં ગ પૂરી રજૂ કરે છે. એટલે ગાંધીજીનું એક વાક્ય તે કાકાસાહે બનો એક નાનકડો લેખ બને. વિદ્વાનો અને સાક્ષરોને ‘आम्रोऽस्ति’ એ વાક્ય સંતોષ નથી આપતું; જ્યારે તે જ અર્થનું‘सहकारतरुर्विलसतितरां पुरस्तात्’ એ વાક્ય આકર્ષે છે. પં. સુખલાલજી नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

325


सार्वभौम केळवणीनो अगत्यनो विषय

આંખ સાચવવાની કળા1 (લે. ડૉ. ગોવિંદભાઈ પટેલ)

આજના યંત્રયુગમાં જીવન કૃ ત્રિમ, યંત્રવત્ અને પરાધીન બનેલું છે. પરાધીન બનેલા જીવનમાં, આરોગ્ય અને નેત્રરક્ષા જાતે કરવાની વાત, નિયમો પાળીને જાતમહે નતે આરોગ્યની કમાણી અને સાચવણીની વાત રુચિકર ન લાગે તે તદ્દન સ્વાભાવિક છે. પરં તુ આ તદ્દન અસ્વાભાવિક સ્વાભાવિકતામાં જ આપણા આરોગ્યના દેવાળાનું, અને રોગની સંખ્યા વધવાનું મૂળ કારણ છુ પાયું છે. આ પરાધીન અને પરાવલંબી મનોદશામાંથી જનતાને જગાડી, આરોગ્ય અને નેત્રરક્ષા સ્વપ્રયત્ને કરવા માટે જરૂરી લોકજાગૃતિની જ્યોત પ્રગટાવવા માટે આ પુસ્તક લખાયું છે. … [પુસ્તકના લેખકની પ્રસ્તાવનામાંથી]

સન્નિધિ, રાજઘાટ, નવી દિલ્હી, તા. ૪–૪–’૭૨

કુ દરતે અથવા કુ દરતના ભગવાને માણસને જ ે ઇન્દ્રિયો આપી છે તેમાં સૌથી મહત્ત્વની ઇન્દ્રિય છે આંખ. ચામડી તો જ ેને સ્પર્શ કરે તેને જ ઓળખે છે. આપણે માનીએ છીએ કે નાક દૂરથી સૂંઘી શકે છે. પણ ખરી વાત એ છે કે સુગંધી કે દુર્ગંધી વસ્તુમાંથી અત્યંત સૂક્ષ્મ કણ નીકળે છે તે નાકને સ્પર્શ કરે ત્યારે જ આપણે સુગંધી ઓળખીએ છીએ. સ્વાદ માટે જીભ અને ગળું પણ સ્પર્શ ઉપર જ આધાર રાખે છે. કાન અવાજ સાંભળે છે તેમાં અવાજ કરનાર વસ્તુનો સ્પર્શ ભલે ન હોય છતાં અવાજ એટલે આંદોલનો એ હવામાંથી આવીને કાનની અંદરની શ્રવણેન્દ્રિય ઉપર અથડાય ત્યારે જ આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ. જ્યાં અવાજનાં આંદોલનો આણવા માટે હવાનું માધ્યમ આંખ સાચવવાની કળા લેૹ ડૉ. ગોવિંદભાઈ પટેલ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1972માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું સાતમું પુનર્મુદ્રણ, વર્ષ 2014 ISBNૹ 978-81-7229-229-4 પેપર બૅક સાઇઝૹ 4.75 "× 7" પાનાંૹ 24 + 196 • ૱ 80

326

ન હોય ત્યાં અવાજ પહોંચી શકતો નથી. અવાજ સ્થાનિક વસ્તુ છે. એની પહોંચ મર્યાદિત છે. જ ે પ્રકાશ1 એક સેકન્ડે એક લાખ છ્યાસી હજાર માઈલ દોડે છે તે પ્રકાશને આકાશગંગામાંથી પૃથ્વી સુધી આવતાં સેંકડો વર્ષની મુસાફરી કરવી પડે છે. કેટલું આશ્ચર્ય કે આટલી દૂરની વસ્તુઓ આંખો જોઈ શકે છે! જ ે ધ્રુવતારો ઉત્તર તરફ આપણે જોઈએ છીએ એના પ્રકાશને ત્યાંથી નીકળીને પૃથ્વી પર આવતાં સાઠ વર્ષ લાગે છે! અને છતાં આપણે ધ્રુવતારાને આંખથી જોઈ શકીએ છીએ! આવી આંખ આપણને મળી છે તેથી જ અનંતના વિસ્તારની આપણે કલ્પના પણ કરી શકીએ છીએ. કુ દરતે આ આંખની સંભાળ રાખવા માટે આપણને પાંપણ આપી છે. એ વગર કહ્યે આંખની ક્ષણે ક્ષણે સેવા કરે છે. રાત્રે આપણે ઊંઘીએ છીએ ત્યારે આંખને ઠીક ઠીક આરામ મળે છે. આવી આંખની સંભાળ રાખવાની કળા દરે ક માણસ પાસે હોવી જ જોઈએ. એ કળાનો પરિચય આપવાની ચોપડી ડૉ. ગોવિંદભાઈએ આપી છે, જ ેથી ગુજરાતી જાણનાર માણસજાત ઉપર એમનો ઘણો ઉપકાર થયો છે. ડૉ. ગોવિંદભાઈ આંખના વિજ્ઞાનના જાણકાર તો છે જ ઉપરાંત મનુષ્ય1. આ પુસ્તકમાં ‘આમુખ’ ઉમાશંકર જોશીએ અને બીજી પ્રસ્તાવના ધૂમકેતુએ લખી છે. –સં. [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


તત્ત્વોને જાગ્રત રાખી શકતા નથી. એટલે બધી વસ્તુઓનો બોજો નિશાળ ઉપર અને શાળાના માસ્તર ઉપર નાખીએ છીએ. ચોપડીઓ તૈયાર કરો. ખરીદીને બાળકોના હાથમાં મૂકો અને શિક્ષકો એના પાઠો વિદ્યાર્થીઓ પાસે ગોખાવે એ બીજો ઉપાય સમાજના હાથમાં છે. એ રીતે નવી પેઢીને સુધારવાનો પ્રયાસ કરી શકાય. આ વ્યવસ્થા જો એક વાર દાખલ થાય તો પછી એમાં ધીરે ધીરે સુધારો કરી શકાય. શરીરને આપણે આરામ આપીએ છીએ તેમ જ કસરત અને ખોરાક પણ આપીએ છીએ અને નુકસાનકારક પ્રવૃત્તિથી શરીરને બચાવીએ છીએ. આંખોને પણ આરામ અને ખોરાકની જરૂર હોય છે. કસરત તો તે આખો દિવસ કરે જ છે. દૂર દૂર સુધી જોવું; ખેતર અને બગીચાની હરિયાળી જોવી, સૂર્યોદય અને સૂર્યાસ્તની શોભા જોવી, આકાશના તારાઓ વગેરે જોવા એ બધો આંખો માટે ઉત્તમ ખોરાક છે. આને વિશે ગોવિંદભાઈએ બાળકોને ઉપયોગી એવી ઘણી વસ્તુઓ પોતાની બંને ચોપડીઓમાં મૂકી છે. નિશાળમાં આ ચોપડીઓનું રીતસરનું અધ્યયન કરાવવું જ જોઈએ. આ જાતની સારામાં સારી સૂચનાઓ ગોવિંદભાઈએ કરી છે. ટૂ કં માં કહં ુ કે આ ચોપડીમાં આપેલી છે એટલી માહિતી દરે ક યુવક-યુવતીને હોવી જ જોઈએ. काका कालेलकर

જીવનની પરિસ્થિતિ બરાબર જાણતા હોઈ એમણે કીમતી વ્યાવહારિક સૂચનાઓ પણ આપી છે. એક જૂ ની કહે વત છે કે ‘શરીર સારું તો મન સારું .’ એ જ કહે વતને પોતાના કામમાં આણતાં તેઓ સમજાવે છે કે કેવળ આંખની સારવાર કર્યે પૂરો લાભ નહીં મળે. ‘શરીર સારું તો આંખ સારી’ એ ધ્યાનમાં રાખી માણસે આખા શરીરના આરોગ્યની અને ખડતલપણાની સાવચેતી રાખવી જોઈએ. શરીર સારું ન હોય તો શક્તિ ટકે નહીં એ વાત સાવ ખરી છે. પણ આખું શરીર બધી રીતે સારું હોય તોયે કોઈક વાર આંખ બગડેલી હોય છે. અને તેથી શરીર ઉપરાંત આંખની પણ ખાસ કાળજી રાખ્યે જ છૂટકો અને એ સાવચેતી અને એ સેવા યુવાની પૂરતી સંભાળીએ તે બસ નથી. જીવીએ ત્યાં સુધી, છેવટની ઘડી સુધી, સામાન્ય આરોગ્યની જ ેમ આંખ ઉપર પણ ધ્યાન આપતા રહે વું જ જોઈએ. આંખની સંભાળ રાખવાની કેળવણી સૌથી પ્રથમ માબાપોએ, સગાંવહાલાંઓએ, અને બધા મુરબ્બીઓએ બાળકોને આપવી જોઈએ. તેઓ બેદરકાર રહ્યા તો તેઓ મોટુ ં પાપ કરે છે એ એમણે સમજવું જોઈએ. પણ બધાં માબાપોને પહોંચી કેમ વળાય? સામાજિક નેતાઓ બીજાં બીજાં કામોમાં ફસાયેલા હોવાથી માબાપોની મુલાકાત લઈ સંસ્કૃતિનાં બધાં 

વિદ્યાર્થીઓનાં શરીર માયકાંગલાં જોઈને તેમને અપાર દુઃખ થતું. સારં ગપુરમાં નવજીવન મુદ્રણાલય હતું ત્યારે વ્યવસ્થાપક તરીકે કાકાસાહે બે ત્યાંના વ્યાયામ-મંદિરને બને તેટલી સગવડ આપેલી. આશ્રમની શાળામાં પણ વિદ્યાર્થીઓએ સવારે કસરત અને સાંજ ે રમત માટે એકએક કલાક કાઢવો જ જોઈએ એ તેમનો આગ્રહ. કસરતમાંથી તો મુક્તિ મળે પરં તુ રમતમાંથી કોઈને મુક્તિ મળતી નહીં જ. જો કોઈ વિદ્યાર્થી સાંજ ે રમતમાં ન જાય તો બીજ ે દિવસે તેનું ભણવાનું બંધ કરવામાં આવતું. અને ત્યારે વિદ્યાર્થીઓ પણ એવા વિચિત્ર કે આમ સહે જ ે મળેલી રજાથી આનંદ પામવાને બદલે દુઃખી થતા તેથી તનસુખ ભટ્ટ રમતમાં આવવાનું ચૂકતા નહીં. नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

327


પ્રયોગોનો નિચોડ

કે ળવણીનો કોયડો

રાષ્ટ્રની કેળવણીના કોયડાના ઉકેલની દિશામાં ગાંધીજીએ કરે લા પ્રયોગોનો નિચોડ રજૂ કરતા આ પુસ્તકની પહે લી આવૃત્તિ 1938ના ઑક્ટોબર માસમાં બહાર પડી હતી. તે પહે લાં કેળવણીના આદર્શોની ચર્ચા કરતું પુસ્તક ખરી કેળવણી બહાર પાડયું હતું. ‘કોયડા’માં તેનો આગળ વિચાર કરાયો હતો. આ વખતે પણ એમ જ બન્યું છે. ૧૯૫૫ના નવેમ્બર માસમાં ખરી કેળવણીની સુધારે લી-વધારે લી આવૃત્તિ બહાર પડી છે અને આ હવે આવે છે. …ફરી છાપતી વખતે આમાં ગાંધીજીનાં ૧૯૪૮ સુધીનાં લખાણો ઉમેરી લઈ તેને સંપૂર્ણ બનાવ્યું છે. … [બીજી આવૃત્તિના પ્રકાશકના નિવેદનમાંથી]

મુંબઈ, ગાંધી સપ્તાહ, ૧૯૩૮

વર્ધાની શિક્ષણ પરિષદ[૧૯૩૭]ને અંતે જ્યારે

અમારી કમિટી બેઠી ત્યારે ગાંધીજીએ કહ્યું કે, મેં અત્યાર સુધી હિં દુસ્તાનને જ ે અનેક વસ્તુઓ આપી એ બધીમાં આ કેળવણીની યોજના અને પદ્ધતિ ભારે માં ભારે વસ્તુ છે, અને હં ુ નથી માનતો કે આના કરતાં વધારે સારી વસ્તુ હં ુ આપી શકીશ. વર્ધાની યોજનાને મુહૂર્ત સરસ મળ્યું હતું. સરકારી કેળવણીથી બધા જ અકળાયેલા. મિશનરી સરકારને પોતાને પોતાની કેળવણીની પદ્ધતિ વિશે ઉત્સાહ, આશા કે વિશ્વાસ ન મળે. આવામાં કાૅંગ્રેસે પ્રાંતીય સરકારનું રાજ ચલાવવાનું માથે લીધું. આપણા શિક્ષણમંત્રીઓ દિશાદર્શનની રાહ જોઈને બેઠલ ે ા. એવે વખતે ગાંધીજીએ પોતાના વિચારો ત્રણચાર સ્પષ્ટ અને ચોક્કસ ઠરાવોના રૂપમાં મૂકી દીધા. રાષ્ટ્રીય કેળવણીમાં રસ ધરાવનાર નાનામોટા સો સવાસો લોકોએ એના પર વિચાર કર્યો. દેશમાં કેળવણીનો કોયડો લેૹ ગાંધીજી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1956માં પ્રકાશિત સુધારે લી બીજી આવૃત્તિનું ત્રીજુ ં પુનર્મુદ્રણ, વર્ષ 2011 (પ્રથમ આવૃત્તિ 1938) ISBNૹ 81-7229-232-5 પેપર બૅક સાઇઝૹ 4.75 "× 7" પાનાંૹ 16+380 • ૱ 80

328

એની ઘણી ચર્ચા થઈ. હરિપુરાની મહાસભાએ ગાંધીજીની યોજનાના મુખ્ય તત્ત્વનો સ્વીકાર કર્યો. કાૅંગ્રેસ પ્રાંતની સરકારોએ એ યોજના અમલમાં મૂકવા સારુ હાથ ધરી. અને ત્યાં જાણે કામ થોભ્યું હોય એવી રીતે અત્યારે સહે જ સરખી મંદતા આવી ગઈ છે. એ વખતનો લાભ લઈ નવજીવન પ્રકાશન મંદિરે ગાંધીજીના કેળવણી-વિષયક વિચારો બે ભાગમાં સવેળા બહાર પાડયા છે. ખરી કેળવણી અને કેળવણીનો કોયડો — આ બે ચોપડીમાં ગાંધીજીના કેળવણી-વિષયક બધા લેખો અને ઘણાખરા વિચારો આવી જાય છે. કેળવણીશાસ્ત્રીઓએ અને દેશના હિતચિંતકોએ આ લેખોનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ, કેમ કે, આપણી સંસ્કૃતિની આખી પરં પરા તેમ જ ભવિષ્યની દિશા બંનેની જ ેને વધારે માં વધારે સ્પષ્ટ ઝાંખી થઈ છે એવા રાષ્ટ્રપિતાના વર્તમાનકાળને દોરનાર વિચારો એમાં સંઘરે લા છે. કેળવણીકારો અને દેશનાયકો આનો વિચાર કરે કે ન કરે , જનતાએ અને જનતા સાથે ઓતપ્રોત થઈ સેવા કરનાર નમ્ર સેવકોએ આ બે ગ્રંથોનો આમૂલાગ્ર અભ્યાસ કરવો જોઈએ. ગાંધીજીએ પોતાનું બધું લખાણ અને પોતાના બધા ઉદ્ગારો એવા લોકોને ધ્યાનમાં રાખીને જ આપ્યા હોવાથી, એમની સાદી અને સચોટ ભાષા અને વિશ્વવ્યાપી હોવા છતાં ઘરગથ્થુ એવી એમની દૃષ્ટિ સામાન્ય જનસમુદાયને [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


માટે જ વિશેષતઃ આકર્ષક અને પોષક છે. કેળવણી ગાંધીજીનું ક્ષેત્ર છે ખરું ? પોતાની કેળવણી પૂરી થતાંની સાથે જ ેમણે રાજદ્વારી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને જ ેમને એમાંથી માથું ઊંચું કરવા જ ેટલી નવરાશ પણ કોઈ કાળે મળી નથી એવા ગાંધીજી કેળવણી વિશે નિશ્ચયાત્મક શું કહી શકશે, એવી શંકા કેટલાક છીછરા લોકોના મનમાં ઘણી વાર ઊઠે છે. બીજી બાજુ જ ે કેળવણીકારો ગાંધીજીના પ્રસંગમાં વધુ ને વધુ આવતા જાય છે તેઓ કહે છે કે ગાંધીજી તો સ્વયંભૂ કેળવણીકાર જ છે. એમની તમામ પ્રવૃત્તિઓ ખરું જોતાં એમની કેળવણીની પદ્ધતિનાં જુ દાં જુ દાં પાસાં છે. કેવળ બાળકોને અને યુવાનોને જ તેઓ કેળવણી નથી આપતા; પણ આખી પ્રજાને, રાષ્ટ્રને અને મહા પ્રજાઓને કેળવણી આપવાનું કામ એમણે માથે લીધું છે. ગાંધીજી મુખ્યત્વે કેળવણીકાર જ છે. કહે વાતા કેળવણીકારોની પદ્ધતિ અપૂર્ણ છે. ગાંધીજીએ કેળવણીનું આખું દર્શન સંપૂર્ણ કર્યું છે. તત્ત્વચર્ચાનું રહસ્ય જાણનાર લોકો કહે છે કે, જ ે કોઈ સત્યની ખોજ પાછળ પોતાનું જીવનસર્વસ્વ અર્પણ કરે છે અને પૂર્ણપણે અહિં સામાં માને છે તે અવશ્ય કેળવણીકાર જ હોવો જોઈએ. જબરજસ્તીમાં જ ેનો વિશ્વાસ નથી, સત્યનું દર્શન કર્યા વગર જ ેને સંતોષ નથી, જ ેનું જીવન કર્મમય છે અને તેથી જ વિચારમય છે, તેને માટે કેળવણી છોડીને બીજો માર્ગ છે જ નહીં. ૧૯૦૮1માં ગાંધીજીએ હિં દ સ્વરાજ લખ્યું અને તેની અંદર પોતાનું સાર્વભૌમ જીવનદર્શન જનતા આગળ રજૂ કર્યું. શ્રી. રાજગોપાલાચાર્યે તે વખતે લખ્યું હતું તેમ, ગાંધીજી જોડે તમે સહમત થાઓ કે ન થાઓ, તમારે એટલું તો કબૂલ કર્યે જ છૂટકો કે, જીવનનાં—અશેષ જીવનનાં—તમામ અંગપ્રત્યંગોનો 1. ૧૯૦૯ જોઈએ

–સં.

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

ખરી કેળવણી અને કેળવણીનો કોયડો — આ બે ચોપડીમાં ગાંધીજીના કેળવણી-વિષયક બધા

લેખો અને ઘણાખરા વિચારો આવી જાય છે. કેળવણીશાસ્ત્રીઓએ અને દેશના હિતચિંતકોએ આ લેખોનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ, કેમ

કે, આપણી સંસ્કૃતિની આખી પરંપરા તેમ જ

ભવિષ્યની દિશા બંનેની જેને વધારેમાં વધારે સ્પષ્ટ

ઝાંખી

થઈ

છે

એવા

રાષ્ટ્રપિતાના

વર્તમાનકાળને દોરનાર વિચારો એમાં સંઘરેલા છે

વિચાર કરનારી અને દરે ક સવાલનો પોતાની ઢબે ચોક્કસ ઉકેલ આપનારી આ એક સાર્વભૌમ જીવનપદ્ધતિ છે; અને એ એવું તો સર્વાંગસુંદર, પરિપૂર્ણ અને સાભિપ્રાય ચણતર છે કે, એમાંથી એક ઈંટ કે કાંકરો પણ તમે ખસેડી ન શકો. હિં દ સ્વરાજ લખ્યાને આજ ે ત્રીસ વર્ષ થયાં. આ ત્રીસ વરસમાં ગાંધીજીએ જીવનશુદ્ધિના અને જીવનસમૃદ્ધિના પ્રયોગો અખંડ ચલાવ્યા છે. એમનું કાર્યક્ષેત્ર જ ેટલું વ્યાપક થતું જાય છે એટલું ઊંડુ ં પણ થતું જાય છે. પરિણામે એમના સિદ્ધાંતો ક્ષણે ક્ષણે સત્યની એકમાત્ર કસોટી ઉપર—જીવન ઉપર— કસાતા જાય છે. અને તે બધા સો ટચનું સોનું છે એમ સિદ્ધ થતું જાય છે. છતાં પ્રજાએ એમના સિદ્ધાંતો અને વિચારો પૂર્ણપણે ઝીલ્યા નથી. હિં દુસ્તાની સંસ્કૃતિ અને હિં દુસ્તાની ઇતિહાસ-પરં પરા એવાં તો વિચિત્ર છે કે, લોકો ગાંધીજીના વિચારો અને ગાંધીજીનો માર્ગ છોડીયે શકતા નથી અને પૂર્ણપણે ઝીલીયે શકતા નથી. હૃદય માને છે, પણ જીવનની અપૂર્ણતા અને સાધનાની કચાશ એ બધું ઝીલતાં અચકાય છે. હિં દ સ્વરાજમાં ગાંધીજીએ જીવનની સાર્થકતાનો 329


હિં દુસ્તાનમાં

આવીને

સ્થિર

થયા

પછી

ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી

એ પણ કેળવણીનો જ એક મહાન પ્રયોગ હતો. એની અંદર આવી વસેલાં સ્ત્રીપુરુષોને

ગાંધીજી કેળવવા લાગ્યા અને આશ્રમનાં

બાળકોને કેળવવાની જવાબદારી ગાંધીજીએ તે સ્ત્રીપુરુષો ઉપર સોંપી. આ પ્રયોગોમાં

ગાંધીજીની ધીરજની જેટલી કસોટી થઈ તેટલી ભાગ્યે જ બીજે થઈ હશે

જ ે ચિતાર આપ્યો છે એને અનુસરીને ત્યાં કેળવણીનો પોતાનો આદર્શ પણ રજૂ કર્યો છે. એ આદર્શ અમે નથી સ્વીકારતા એમ તો માણસજાતથી કહે વાતું નથી; અને સ્વીકાર્યા પછી એ પ્રમાણે પોતાનું જીવન ઘડવાની તૈયારી પણ હોતી નથી; એવી દયામણી સ્થિતિમાં મનુષ્યજાતિ છે. ગાંધીજીમાં સાચા શિક્ષકની કરુણા પણ છે, અને જ ેને પ્રેમળ કઠોરતા કહી શકાય એવી દૃઢતા પણ છે, એટલે પ્રજાની સદ્બુદ્ધિ અને એની મંગલ કામનાનો પૂરેપૂરો લાભ લઈ તેઓ આ પ્રાચીન રાષ્ટ્રને સજીવન કરવાના અને એને ખરી કેળવણી આપવાના પ્રયત્નો ચાલુ જ રાખે છે. એક રીતે કહી શકાય કે, મૂંઝાયેલા આ રાષ્ટ્રનો પોતાના ઉપર જ ેટલો વિશ્વાસ છે એના કરતાં ગાંધીજીનો એના પર (રાષ્ટ્ર ઉપર) વધારે વિશ્વાસ છે. સમર્થ કેળવણીકારનું આ જ મુખ્ય લક્ષણ છે. ગાંધીજી કલ્પનાવીર નથી પણ કર્મવીર છે; એટલે કે, અખંડ પ્રયોગો ચલાવીને જ તેઓ પોતાના વિચારો ખીલવે છે. દુનિયાના તમામ પયગંબરોની પેઠ ે એક અમર શ્રદ્ધા લઈને તેઓ આ દુનિયામાં આવ્યા છે. અને એ શ્રદ્ધાને મૂર્તિમંત રૂપ આપવાને સતત સાધના કર્યા કરે છે. સાચા કેળવણીકાર 330

આગળ એ જ કાર્ય હોય છે. જ ેને આજના કેળવણીકારો વિદ્યાર્થીઓનું સ્વાતંત્ર્ય કહે છે, આત્મવિકાસ કહે છે, તેને જ ગાંધીજી સત્યની ખોજ અને અહિં સાની સાધના કહે છે. કેળવણીકાર બની કેળવણીની સંસ્થા જાતે ચલાવવા ગાંધીજી કોઈ કાળે બેઠા નથી. તેથી જ તેમના વિચારો જૂ ની ઘરે ડમાં સપડાયા નથી. દક્ષિણ આફ્રિકામાં પિતા તરીકે પોતાના દીકરાઓને કેળવવાની ફરજ એમને માથે આવી પડી. પોતીકું અને પારકું તેવો ભેદ ગાંધીજી નહીં જાણતા હોવાથી, તેમણે એ પરિસ્થિતિમાં જ ેટલાં બાળકો પોતાની દેખરે ખ તળે આવ્યાં તે બધાંની કેળવણીનો એકસામટો વિચાર કર્યો. લોકોની સામાન્ય માન્યતા એ હોય છે કે, ઉજળિયાત રહે ણીકરણીના છોકરાઓ મજૂ રિયાત અને ગરીબ ઘરના છોકરાઓના સંપર્કમાં આવે તો તે અનિષ્ટ છે. ગાંધીજીએ એ માન્યતા પ્રથમથી જ છોડી દીધી. એમાં એમનો મનુષ્યહૃદય ઉપરનો અખૂટ વિશ્વાસ સિદ્ધ થાય છે. એ પહે લી હિં મત જો તેમણે કરી ન હોત તો એમને જીવનના કેળવણીના મર્મનું દર્શન ન જ થયું હોત. મનુષ્યહૃદય ઉપર જ ેમ ગાંધીજીનો અખૂટ વિશ્વાસ છે તેમ જ કુ દરત ઉપર પણ છે. તેથી જ તેઓ નિર્ભયતાથી બધા પ્રયોગો કરી શકે છે. દક્ષિણ આફ્રિકામાં જ્યાં બધે જ અંગ્રેજી ભાષા ચાલતી હતી ત્યાં પોતાના દીકરાઓને સ્વભાષામાં કેળવણી આપવાનો ગાંધીજીએ આગ્રહ રાખ્યો તે પણ, તેઓ સાચા કેળવણીકાર છે, તે સિદ્ધ કરે છે. અખંડ ઉદ્યોગ, અખંડ પરિશ્રમ, અખંડ મહે નત એ જ જીવનનું સર્વસ્વ છે; એના વગર જીવન સડી જવાનું છેઃ એ વિશ્વાસ પણ દૃઢ હોવાથી ગાંધીજીએ ફિનિક્સની કેળવણીમાં એ વસ્તુને પ્રધાનપદ આપ્યું. સ્વાતંત્ર્ય, નિર્ભયતા, શ્રદ્ધા અને આદર એ એમની કેળવણીનું સ્વાભાવિક વાતાવરણ હતું. એવા [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


વાતાવરણ વગર સત્યની ઉપાસના થઈ જ ન શકે, એ તેઓ પ્રથમથી જાણતા હતા. દક્ષિણ આફ્રિકાના પોતાના કેળવણીના પ્રયોગોમાં ગાંધીજીએ એ પણ સિદ્ધ કરી આપ્યું કે કેળવણીકારનું કામ કેવળ બુદ્ધિને દોરવાનું નથી, કેવળ કૌશલ્ય ખીલવવાનું નથી, પણ ચારિત્ર્યનો વિકાસ કરવો, ચારિત્ર્યને દૃઢ કરવું, અને દબાયેલા આત્માને સ્વતંત્ર થવાને પૂરતી શક્તિ આપવી, એ છે. એ કામ શિક્ષકના આપભોગ વગર થવાનું નથી; અને જ્યાં સાચો પ્રેમ છે ત્યાં એ બલિદાન સહજ પણ છે. આમ કેળવણીના શાસ્ત્રમાં આપભોગના તત્ત્વનો ઉમેરો કરી એને એમણે પૂર્ણતા બક્ષી. હિં દુસ્તાનમાં આવીને સ્થિર થયા પછી ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી એ પણ કેળવણીનો જ એક મહાન પ્રયોગ હતો. એની અંદર આવી વસેલાં સ્ત્રીપુરુષોને ગાંધીજી કેળવવા લાગ્યા અને આશ્રમનાં બાળકોને કેળવવાની જવાબદારી ગાંધીજીએ તે સ્ત્રીપુરુષો ઉપર સોંપી. આ પ્રયોગોમાં ગાંધીજીની ધીરજની જ ેટલી કસોટી થઈ તેટલી ભાગ્યે જ બીજ ે થઈ હશે. દેશને જાગ્રત કરવામાં, લોકોમાં ચેતન રે ડવામાં, અને રાષ્ટ્રને પોતાના આત્મા ઉપર વિશ્વાસ રાખતું કરવામાં પોતે આખો વખત ગાળતાં છતાં, જ્યારે જ્યારે તક મળી ત્યારે ત્યારે તેઓ આશ્રમની કેળવણીને દોરવાનું કામ કરતા રહ્યા. આ દિવસોમાં ધાર્મિક કેળવણી તરફ ગાંધીજીએ ખાસ ધ્યાન આપ્યું. ભિન્ન ભિન્ન પ્રાંતો વચ્ચે કેવો સંબંધ હોય, સ્ત્રીપુરુષના સહજીવનમાં સ્વાતંત્ર્ય અને પાવિત્ર્ય કેમ દાખલ કરી શકાય, જીવનધર્મ સ્વદેશીની આસપાસ બધી પ્રવૃત્તિઓ કેમ વણી શકાય, મનુષ્યનાં કુ ટુબ ં ી જ ેવાં ગાય બળદ આદિ પ્રાણીઓ પ્રત્યે આપણું વલણ કેવું હોય, શાસ્ત્રીય ખોરાક અને શાસ્ત્રીય રહે ણીનું જ્ઞાન ગામડે ગામડે કેમ ફે લાવી શકાય, ઇત્યાદિ અનેક વિષયોનું नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

કેળવણી એટલે ચોપડીની કેળવણી, ઉજળિયાત કેળવણી, છાયામાં બેસી જીવન પૂરું કરવાની

કેળવણી, ધન, પ્રતિષ્ઠા અને સલામતી સ્થાયી

કરવાની

કેળવણી,

એટલો

અર્થ

અંગ્રેજી

કેળવણીમાંથી આપણે શીખ્યા હતા. એના બદલામાં, કેળવણી એટલે ચારિ�યનો ઉત્કર્ષ,

કૌશલ્યની પરાકાષ્ઠા, સેવાનો સ્વાનંદ અને ધર્મનિષ્ઠાનો સમભાવ, એ નવો અર્થ ગાંધીજીએ કરી આપ્યો

એમણે શિક્ષકો જોડે મંથન કર્યું. દક્ષિણ આફ્રિકામાં શું કે સત્યાગ્રહ આશ્રમમાં શું, ગાંધીજીએ બાળકો માટે જ ે ઉપવાસ કર્યા અને પોતાનો આત્મા નિચોવ્યો તે આપણા સમાજની કીમતીમાં કીમતી મૂડી છે. ગાંધીજી આફ્રિકાથી હિં દુસ્તાનમાં આવ્યા ત્યારે બ્રિટિશ સામ્રાજ્ય ઉપર વિશ્વાસ લઈને જ આવ્યા હતા. એમના જ ેટલો પ્રામાણિક અથવા ઉત્કટ વિશ્વાસ બહુ જ થોડા લોકોમાં હશે.1 સામ્રાજ્યને મહાયુદ્ધમાં આત્મીયતાથી એમણે મદદ કરી અને એટલી જ આત્મીયતાની એમણે સરકાર પાસેથી અપેક્ષા કરી. એમની એ અપેક્ષા જ્યારે ભાંગી ત્યારે બ્રિટિશ સલ્તનત પરની એમની એ શ્રદ્ધા તૂટી ગઈ, એમનો પુણ્યપ્રકોપ જાગ્યો, અને એમાંથી જ એમણે રાષ્ટ્રને સત્ય, અહિં સા અને તેજસ્વિતાની અસાધારણ કેળવણી આપી. અસહકારયુગ બેઠો અને ગાંધીજીની રાષ્ટ્રીય કેળવણી અનેક ઠેકાણે ફે લાઈ. ગૂજરાત 1. ગાંધીજીના શબ્દોમાંૹ ‘હિં દુસ્તાનની સંપૂર્ણ ઉન્નતિ બ્રિટિશ સામ્રાજ્યમાં થઈ શકે.’ અને ‘અંગ્રેજ સલ્તનત… જગતનું કલ્યાણ કરનારી સલ્તનત છે.’ [નવજીવન વિકાસ વાર્તા] ગાંધીજીની એવી માન્યતા પ્રથમ, રૉલેટ ઍક્ટ અને પછી જલિયાંવાલા બાગના હત્યાકાંડના કારણે તૂટી હતી. –સં. 331


લોકો Material standard of life વધારીને Moral standard of life ઘટાડતા હતા, જીવનની પાર્થિવ જરૂરિયાત વધારીને આત્માને સંકુચિત કરતા હતા, નૈતિક જીવનને હણતા હતા. એ દુર્દશામાંથી દેશને બચાવવાનો ગાંધીજીએ પ્રયત્ન કર્યો; અને અંતે કહ્યું કે, ઉજળિયાત કેળવણીને ઉગારવા માટે એમાં થોડો ઉદ્યોગોનો ઉમેરો કરો એટલું બસ નથી. એ વાટે ન તો ઉદ્યોગ ઉદ્દીપિત થાય, ન કેળવણી જીવતી થાય. ઉદ્યોગ વાટે જ કેળવણી આપો એટલે એ એની મેળે સ્વાવલંબી થશે અને સહે જ ે લોકહિતકારી પણ થશે. સત્ય અને અહિં સા ઉપર જ ેનો વિશ્વાસ છે તે અંતે સ્વદેશી કે પરદેશી કોઈ પણ સરકાર ઉપર અથવા વિરાટ સંઘટના ઉપર આધાર રાખીને નથી બેસવાનો. જીવન જ ેમ હૈ યે હૈ યે સ્વતંત્ર રીતે સ્ફુરે છે અને કૃ તાર્થ થાય છે, તેમ જ રાષ્ટ્રીય જીવન પણ આત્મસંસ્કૃતિ દ્વારા વિશુદ્ધ અને સમૃદ્ધ થઈ પોતાને ઠેકાણે જાગ્રત અને સમર્થ થાય, એ જ ગાંધીજીનો આદર્શ છે. ત્રીસ વરસના ચિંતન અને પ્રયોગનો નિચોડ ગાંધીજીએ વર્ધા યોજનામાં આપ્યો છે અને રાષ્ટ્રીય કેળવણીના કોયડાનો ઉકેલ દેશને સૂચવ્યો છે. હવે જોવાનું છે કે, રાષ્ટ્ર એમની શિખામણને કઈ રીતે ઝીલે છે. સંભવ તો એવો દેખાય છે કે, દયાળુ પરમેશ્વર એમાં પણ હિં દુસ્તાનને ભૂલ કરવાની તક આપવાને બદલે પરિસ્થિતિ જ એવી ગોઠવી મૂકશે કે नान्यः पन्था विद्यते अयनाय। એમ જાણી હિં દુસ્તાન ગાંધીજીની આ યોજનાને પણ મને કમને અનુસરશે અને અનુભવે ખાતરી થયે કૃ તજ્ઞતાપૂર્વક એકરાર કરશે કે, બાપુ! त्वं हि नः पिता यो अस्माकं अविद्यायाः परं पारं तारयसि।

વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, તિલક મહારાષ્ટ્ર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા વગેરે અનેક સંસ્થાઓ દેશમાં સ્થપાઈ અને રાષ્ટ્રીય કેળવણીએ પહે લાં નહીં કલ્પેલું એવું એક પ્રચંડ રૂપ ધારણ કર્યું. સરકારી કેળવણીનો બહિષ્કાર, સ્વકીય સંસ્કૃતિ વિશે આદર, બહારના તેમ જ ઘરના અન્યાયોનો પ્રતિકાર, હિં દુમુસલમાન આદિ બધી કોમોનું હાર્દિક ઐક્ય, ખાદીની પ્રતિષ્ઠા, ત્યાગઅને સેવામય જીવન, સ્વભાષાની પ્રતિષ્ઠા દ્વારા જનસેવાનો ઉપક્રમ, સ્વદેશી સાહિત્ય, સંગીત અને કળાને પ્રોત્સાહન, ગામડાંની જાગૃતિ, બલિદાનનો મહોત્સવ ઇત્યાદિ અનેક અમૃતફળો આ રાષ્ટ્રીય કેળવણીમાંથી નીપજ્યાં અને દેશે એનો ઓછોવત્તો સ્વાદ ચાખ્યો. ગાંધીજીએ દેશમાં આસેતુહિમાલય[સમગ્ર ભારતવર્ષમાં] અનેક વાર પરિભ્રમણ કરી આ કેળવણીને સિંચન આપ્યું અને કટોકટીને પ્રસંગે આ કેળવણીમાંથી નાનામોટા સૈનિકો ઊભા કર્યા. જ ેણે રાષ્ટ્રીય કેળવણી લીધી છે એવો જીવનસાધક મનુષ્ય, પ્રસંગ પડયે સ્વાતંત્ર્યનો લડાયક સૈનિક અને હમેશ માટે ગરીબ જનતાનો અનન્ય સેવક થવો જ જોઈએ, એ ગાંધીજીનો આદર્શ છે. આટલો અનુભવ લીધા પછી અને વિકાસ કર્યા પછી ગાંધીજીએ વર્ધા યોજના દેશ આગળ મૂકી અને દેશના સેવકોને તેમ જ યુવકોને એને માટે મંગલ આમંત્રણ આપ્યું છે. કેળવણી એટલે ચોપડીની કેળવણી, ઉજળિયાત કેળવણી, છાયામાં બેસી જીવન પૂરું કરવાની કેળવણી, ધન, પ્રતિષ્ઠા અને સલામતી સ્થાયી કરવાની કેળવણી, એટલો અર્થ અંગ્રેજી કેળવણીમાંથી આપણે શીખ્યા હતા. એના બદલામાં, કેળવણી એટલે ચારિત્ર્યનો ઉત્કર્ષ, કૌશલ્યની પરાકાષ્ઠા, સેવાનો સ્વાનંદ અને ધર્મનિષ્ઠાનો સમભાવ, એ નવો અર્થ ગાંધીજીએ કરી આપ્યો.

દત્તાત્રેય બાલકૃ ષ્ણ કાલેલકર

332

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


સાધનાનું પરોઢ

જીવનનું પરોઢ (લે. પ્રભુદાસ ગાંઘી)

બાપુજી વિશેની નાનીમોટી દરે ક વાત સાંભળવાની સૌને મજા પડે છે. અમારા આશ્રમની શરૂઆત કેવી હતી, બાપુજીની આસપાસ કેવાં કેવાં માણસો હતાં, બાપુજી શું કરતા, કેમ ભણાવતા, કેમ મજૂ રી કરતા, અમારી બધાની પજવણી કેમ સહન કરતા, તોફાની વિદ્યાર્થીઓને વશ કેમ કરતા, નાનીમોટી મુસાફરીઓમાં અમને કેવો આનંદ કરાવતા અને જ ેલ જવાને કેવી રીતે તૈયાર કરતા એ બધી વાતો, વાર્તા સાંભળતા હોય તેવા રસથી લોકો સાંભળતા. છૂટક છૂટક મળેલા ઉપલા અનુભવ પરથી મેં ફિનિક્સની વાતો યાદ કરી કરીને લખવા માંડી. એ વખતે નહોતો છપાયો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, કે નહોતી છપાઈ આત્મકથા. આથી હું જ ે લખું તે ગમે તેવું અવ્યવસ્થિત અને અધૂરું હોવા છતાં લોકોને રસભર્યું લાગવા માંડયું. વાચકોના હાથમાંથી નવરો પડી મધપૂડો મારી પાસે પાછો આવે જ નહીં. પછી તો મેંયે સંકોચ અને શરમ છોડી ભારે અનુભવી ઇતિહાસકારના જ ેવી હિં મત ધારણ કરી પ્રકરણો લખવા માંડયાં. જોતજોતામાં ‘ફિનિક્સ પુરાણ’ જ રચાઈ ગયું. [પુસ્તકના લેખકની પ્રસ્તાવનામાંથી]

યુરોપનું પહે લું મહાયુદ્ધ ફાટી નીકળ્યું એ જ હિં દુસ્તાનમાં આણેલું ધરુ. આમ એક આશ્રમને ઘેર અરસામાં પૂજ્ય ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાનું પોતાનું કાર્ય, ઉજ્જ્વળ વિજય મેળવી, પૂરું કર્યું અને પોતાના સાથીઓને હિં દુસ્તાન મોકલી, પોતે શ્રી ગોખલેજીને મળવા માટે વિલાયત ગયા. ગાંધીજીની એ ફિનિક્સ પાર્ટી દીનબંધુ ઍન્ડ્રૂ ઝની ઇચ્છા પ્રમાણે ગુરુદેવ રવીદ્રનાથના શાંતિનિકેતનમાં રહે વા ગઈ અને તે જ અરસામાં, બંગાળમાં ચાલતો રાષ્ટ્રીય શિક્ષણનો એ મહત્ત્વનો પ્રયોગ નજીકથી અથવા અંદરખાનેથી નિહાળવા માટે હં ુ પણ શાંતિનિકેતન પહોંચ્યો. શાંતિનિકેતન એટલે ભારતી-સંસ્કૃતિના આચાર્ય શ્રી રવીદ્રનાથે ચલાવેલો બ્રહ્મચર્યાશ્રમ; અને ફિનિક્સ પાર્ટી એ કર્મવીર ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપન કરે લા એક અભિનવ બ્રહ્મચર્યાશ્રમનું જીવનનું પરોઢ લેૹ પ્રભુદાસ છગનલાલ ગાંધી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1948માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિની સંવર્ધિત આવૃત્તિ, વર્ષ 2016 ISBNૹ 978-81-7229-262-1 પાકું પૂંઠુૹં 5.5 "× 8.5" પાનાંૹ 632 • ૱ 400

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

બીજો આશ્રમ મહે માન તરીકે રહ્યો હતો એવે વખતે હં ુ ત્યાં જઈ પહોંચ્યો. ફિનિક્સ પાર્ટીના લોકો બપોરે શાંતિનિકેતનને રસોડે જમતા અને સાંજ ે સોડા કે ખમીર વગર તૈયાર કરે લી ઈંટ જ ેવી પાંઉરોટી સૂકા-લીલા મેવા સાથે ખાઈ લેતા. બંને બાજુ ના વ્યવસ્થાપકોની રજા લઈ હં ુ બંનેમાં ભળ્યો. ફિનિક્સ પાર્ટી સાથે મારો સંબંધ વિશેષ ગાઢ થયો. એમની સાથે એમની સાંજની પ્રાર્થનામાં હં ુ ભળ્યો. સવારની પ્રાર્થના તો મેં જ શરૂ કરી. સાંજની પ્રાર્થના પછી એ લોકોને મેં મારો હિમાલયનો પ્રવાસ કટકે કટકે કહ્યો. ત્યાર પછી તપોધન, ઉગ્રશાસન, નિષ્ઠાવીર મગનલાલભાઈ ગાંધીને મોઢે દક્ષિણ અાફ્રિકામાં સત્યાગ્રહની લડત વિશેની અને ફિનિક્સ આશ્રમના વિવિધ રસભર્યા જીવન વિશેની ન ખૂટ ે એવી વિગતો સાંભળી. તે વખતે એ બધી વસ્તુઓ બિલકુ લ તાજી હતી અને એ અપૂર્વ લડતમાં અને એ આશ્રમમાં ભાગ લેનારા અને એ રીતે નવભારતનો નવો ઇતિહાસ ઘડનારા લોકો વચ્ચે રહી એમને જ મોઢે એ બધું બયાન મેં સાંભળ્યું. મહે માન-આશ્રમ ચલાવવાનો ભાર 333


ગાંધીજીએ પોતે દ િ�ણ આિ� કા સત્યાગ્રહનો ઇતિહાસ લખ્યો છે. ત્યાંની જેલના અનુભવો

લખ્યા છે. એમની આત્મકથામાં પણ એ વખતનો

ઇતિહાસ આવી જાય છે. ફિનિક્સ આશ્રમનો ભાર અમુક અંશે ઊંચકનાર શ્રી રાવજીભાઈએ

ગાંધીજીની સાધના અને જીવનનાં ઝરણાં એ

બે ચોપડીમાં ઘણું આપ્યું છે. અને જે આપ્યું છે તે ઘણું જ અસરકારક છે. અને છતાં કહે વું પડે છે કે એ બધી ચોપડીઓમાં કેટલીક વસ્તુઓ રહી જ ગયેલી જે પ્રભુદાસે પોતાના જીવનનું પરોઢમાં આપી છે

શ્રી મગનલાલભાઈને માથે હતો. એમની મદદમાં મગનભાઈ પટેલ માસ્તર પણ હતા. મણિલાલ, રામદાસ, દેવદાસ ત્રણે ભાઈઓ ત્યાં હતા. પ્રભુદાસ અને કૃ ષ્ણદાસ તેમ જ કેશુ પણ હતા. થોડા દિવસ માટે શ્રી જમનાદાસ ગાંધી પણ આવેલા. શિવપૂજન, છોટમ, ભૈયમ શ્રી થંભી નાયડુના છોકરાઓ વગેરે અનેક બાલવીરો એ મંડળીમાં હતા. રોજ સવારે અમે ખોદકામ કરવા જતા. મારા શામિલ થયા પછી થોડે જ દિવસે એક નાનકડી ટેકરીની માટી ખોદીને પાસેનું એક તળાવ પૂરી દેવાનું કામ અમે માથે લીધું હતું. અમારે હાથે એ પૂરું થશે કે કેમ અને થશે તો ક્યારે ? એની ચિંતા અમને ન હતી. અનાસક્ત ભાવે રોજ સવારે ખોદકામ કર્યા પછી જ અમે નાસ્તો લેતા. એવા વાતાવરણમાં શ્રી મગનલાલભાઈ અને બીજા ફિનિક્સવાસીઓ સાથે મારો પરિચય થયો. મારી વાતોમાં બધાને રસ પડતો. એમના શ્રમજીવનમાં હં ુ પૂરેપૂરો ભળી ગયો હતો. તેમાંયે નાનો પ્રભુદાસ મારા પ્રત્યે વિશેષ આકર્ષાયો એમ કહી શકાય. જ્યારે પૂ. ગાંધીજી વિલાયતથી પાછા સ્વદેશ આવ્યા અને શાંતિનિકેતનની તેમ જ બ્રહ્મદેશની યાત્રા પણ એમણે પૂરી કરી ત્યારે તેઓ પોતાના 334

ફિનિક્સ આશ્રમને શાંતિનિકેતનથી લઈ ગયા — પહે લાં હરદ્વારના કુંભમેળામાં અને પછી અમદાવાદ. હં ુ પણ શાંતિનિકેતન છોડી પાછો મહારાષ્ટ્રમાં આવ્યો અને પછી વડોદરામાં જઈ ગ્રામસેવાનું કામ આરં ભ્યું. પણ શાંતિનિકેતનમાં બંધાયેલો અનુબંધ તૂટ ે એમ ન હતું. એ મને ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમમાં લઈ ગયો. અમે પ્રથમ કોચરબમાં રહ્યા. ત્યાર પછી સાબરમતીને કાંઠ,ે વાડજ પાસે, સત્યાગ્રહ આશ્રમની કાયમની સ્થાપના થઈ. ટૂ કં ામાં કહં ુ તો જીવનનું પરોઢમાં પ્રભુદાસના તેમ જ ફિનિક્સ આશ્રમના જીવનની કથા જ્યાં પૂરી થાય છે લગભગ ત્યાંથી જ એમનો ને મારો સંબંધ શરૂ થાય છે. સત્યાગ્રહ આશ્રમમાં ગાંધીજીએ બાળકોની કેળવણીને વધુ મહત્ત્વ આપી આશ્રમની અંદર જ એક સ્વતંત્ર શાળા સ્થાપી. શ્રી છગનલાલભાઈ ગાંધી પણ એ શાળામાં થોડા દિવસ કામ કરતા હતા. રાષ્ટ્રીય શાળામાં વિદ્યાર્થીઓનું હસ્તલિખિત માસિક તો હોવું જ જોઈએ. અમે એનું નામ રાખ્યું ‘મધપૂડો’. ઉપનિષદની વાર્તાઓ વાંચનારા અમે ‘મધપૂડો’ના તંત્રીઓને મધુકર રાજા કહે વા લાગ્યા. પ્રભુદાસ એવો જ એક રાજા થયો. એને લેખ આપવાનું જ ેમ અમ શિક્ષકોનું કામ હતું તેમ વિષયો સુઝાડવાનું પણ અમારું જ કામ હતું. મેં પ્રભુદાસને કહ્યું કે, “દક્ષિણ આફ્રિકાના આશ્રમ જીવનનું વર્ણન ક્રમશઃ કેમ ન લખો?” આત્મવિશ્વાસ કંઈક ઓછો હોવાથી પ્રભુદાસે શંકા બતાવી કે, “મારાથી એ બધું લખાશે?” મેં એને કહ્યું: “એમાં શું? એ બધું સંસ્મૃત્ય સંસ્મૃત્ય કટકે કટકે લખી કાઢો.” એણે એ વિચાર પોતાનો કર્યો અને ‘તચ્ચ સંસ્મૃત્ય સંસ્મૃત્ય’ એ મથાળા હે ઠળ પોતાનાં બાળજીવનનાં સંસ્મરણો લખવાનું શરૂ કર્યું. ઘણાખરા લેખો લખાયા એટલે [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


એણે એ બધા પોતાના ગોઠિયા દેવદાસને બતાવ્યા. આશ્રમના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તો એ બધું રસપૂર્વક વાંચતા જ હતા; પણ ગાંધી કુ ટુબ ં ના ઘણા કુ ટુબ ં ીઓ પણ એ બધું ધ્યાનપૂર્વક વાંચવા લાગ્યા. ખાનદાનીના જૂ ના વિચારના કેટલાકને થયું કે, “પ્રભુદાસ આ શું કરવા બેઠો છે? ખાનદાનની ખાનગી વાતો આમ તે જાહે ર કરાતી હશે?” પણ આંતર-બાહ્ય એવો ભેદ ન કરનાર ગાંધીજીની ઉછેરમાં કેળવાયેલા પ્રભુદાસે હિં મત કરી અને ઘણું ઘણું લખી કાઢયું. આ આખા લખાણમાં તંબૂરાના સૂરની પેઠ ે એક વાત અખંડ સંભળાય છે. છેક નાનપણથી પ્રભુદાસને કહે વામાં આવ્યું હતું કે એ ઠોઠ છે. જરાય કશી હોશિયારી એનામાં નથી. દેવદાસ જ ેટલી હોશિયારી પ્રભુદાસમાં ભલે ન હોય, નાના કચા (કૃ ષ્ણદાસ) જ ેટલી ચતુરાઈ પણ એનામાં ન હોય, પણ મેં તો એને બુદ્ધિ વગરનો જોયો કે માન્યો નથી. પણ ઘરના મુરબ્બીઓએ, ભલે અત્યંત સદ્બુદ્ધિથી પણ એનામાં જ ે ‘આત્મનિ અપ્રત્યય’ ઠોકી બેસાડયો તે એના સ્વભાવનું એક અંગ જ બની ગયું અને વિદ્યાનિષ્ઠા, કર્મનિષ્ઠા, ધ્યેયનિષ્ઠા ઇત્યાદિ સમર્થ સદ્ગુણો એની પાસે હોવા છતાં એક આત્મવિશ્વાસને અભાવે એની આખી કારકિર્દી જાણે કરમાઈ ગઈ. આ ચોપડીમાં જ ે વિગતોની સમૃદ્ધિ દેખાય છે તે ઘણીખરી શ્રી મગનલાલભાઈને મોઢે મેં સાંભળેલી હોવાથી અને ગાંધી કુ ટુબ ં ના અનેક લોકોએ તે વાંચેલી હોવાથી તેની યથાર્થતા વિશે કશી શંકા રહે તી નથી. આટલી વિગતો જ ે ભેજુ ં સંઘરી શકે અને સમર્થપણે રજૂ કરી શકે એને ‘ઠોઠ’ કહે વું એ તો અનર્થ જ ગણાય. ચિ. પ્રભુદાસ ખાદીવિદ્યાના અને કળાના એક સમર્થ આચાર્ય છે. ખાદીનું તત્ત્વજ્ઞાન, એનું અર્થશાસ્ત્ર, એની પાછળ રહે લું સમાજશાસ્ત્ર એ બધું તો એને नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

આવડે જ છે, પણ ખાદીના યંત્રશાસ્ત્રમાં પણ એણે નવી નવી શોધો કરી છે. પગ વતી ગતિ આપી બે હાથે સૂતર કાંતવાનો રેંટિયો એ પ્રભુદાસની જ શોધ છે. અને એણે ખાદીવિદ્યાના આદ્ય આચાર્ય શ્રી મગનલાલભાઈ પ્રત્યેની પોતાની ભક્તિ વ્યક્ત કરવા એ રેંટિયાને ‘મગનરેંટિયો’ એવું નામ આપ્યું છે. ગાંધી કુ ટુબ ં ના લોકો જ ેમ દક્ષિણ આફ્રિકામાં જઈ વસ્યા અને ત્યાં એમણે લોકસેવા કરી, તેમ પ્રભુદાસે પણ હિમાલયમાં અલમોડા તરફ જઈ ત્યાં ખાદીનું કામ કર્યું અને યુક્ત પ્રાંતમાં પરણ્યા પછી એ જ પ્રાંતની સેવાના હે તુથી ત્યાં જ વસ્યા. ત્યાં આગળ એમણે આશરે પા સદી લગી ખાદી તથા ગ્રામસેવાનું કામ કર્યું છે, અને હમણાં, સ્વરાજ થયા પછી યુક્ત પ્રાંતની સરકારે એક ખાદી વિદ્યાપીઠ સ્થાપી પ્રભુદાસને એના મુખ્ય આચાર્ય તરીકે નીમ્યા છે. ઘણા લોકોને ખબર નહીં હોય પણ ચંપારણમાં જ્યારે ગાંધીજી પહે લી વાર પકડાયા ત્યારે ગામડાંમાં જઈને ખેડૂતોને પોતાનો સંદેશો આપવાનું જવાબદારીભર્યું કામ એમણે બાળક પ્રભુદાસને જ સોંપવાનું ઠરાવ્યું હતું. છતાં આ આખી ચોપડીમાં પ્રભુદાસનું ધ્રુવપદ આપણે સાંભળ્યા જ કરીએ છીએ કે “હં ુ ઠોઠ છુ ,ં હં ુ જડ છુ ,ં બીજા જ ેવો હોશિયાર નથી.” અને એની કલમ એટલી સમર્થ છે કે આપણને પણ ક્ષણવાર થાય છે કે “એની વાત સાચી હશે.” પણ જ્યારે આપણે જરા થોભીને એની વર્ણનશક્તિનું સામર્થ્ય જોઈએ છીએ ત્યારે આપણી ખાતરી દૃઢ થાય છે કે આ કોઈ સામાન્ય સાહિત્યકાર નથી. આ આખી ચોપડીમાં પ્રભુદાસના મનમાં રહે લી બાપુભક્તિ અખંડપણે તરી આવે છે. સાથે સાથે સ્વ. મગનલાલભાઈ પ્રત્યેનો એનો આદર પણ એટલો જ સ્પષ્ટ થાય છે. છેક બાળપણનાં ‘ઝાખાં સ્મરણો’માં મગનલાલભાઈનું—એમના ક્રોધનું વિકરાળ વર્ણન 335


પ્રભુદાસે આબેહૂબ વર્ણવ્યું છે પણ એ જ પ્રભુદાસે આગળ જતાં ‘તપોધન મગનકાકા’એ પ્રકરણ લખી મગનલાલભાઈનું વિભૂતિમત્વ એટલી જ આબાદ રીતે પ્રગટ કર્યું છે. બે છેડાના માઈલના પથરા જોઈને જ ેમ આપણે વચલા અંતરનું માપ કાઢીએ છીએ તેમ જ શ્રી મગનલાલભાઈએ પોતાના સ્વભાવ ઉપર વિજય મેળવવા માટે કેવડુ ં ભયાનક આંતરિક યુદ્ધ ચલાવ્યું હશે અને એમાં કેટલી અદ્ભુત સફળતા એમણે મેળવી છે એનો ખ્યાલ આપણને આવે છે. શ્રીમગનલાલભાઈ વિશે લખતાં શ્રીચંદ્રશંકર શુક્લે એમને ‘ઉગ્રશાસન’ કહ્યા છે. એ વિશેષણ બધી રીતે બંધ બેસે એમ છે. અખંડ જાગરૂક, અખંડ દક્ષ, અને એકાગ્ર નિષ્ઠાવાન મગનલાલભાઈના તપને કારણે જ સત્યાગ્રહ આશ્રમ ખીલી શક્યો. મગનલાલભાઈનો જ્યારે દેહાંત થયો ત્યારે બાપુજીએ એમના જ ઘરમાં બેસીને લખ્યું હતું કે “એની વિધવા ઘરની અંદર ડૂ સકે ડૂ સકે રુએ છે. એને શી ખબર કે ખરે ખર તો હં ુ જ રં ડાયો છુ .ં ” શ્રી મગનલાલભાઈનું એક નાનકડુ ં ચરિત્ર લખાયું છે પણ એમના જીવનનો ખરે ખરો ચિતાર તો પ્રભુદાસની આ ચોપડીમાં જ આપણને યથાર્થપણે મળે છે. ખરે ખર મગનલાલભાઈ બાપુજીના હનુમાન    હતા. બાપુજીએ જ ે જ ે કરવા ધાર્યું, તે તે મગનલાલભાઈએ કરી બતાવીને જ છોડયું. કેળવણીની પદ્ધતિ વિશે અને સંસ્થાના તંત્ર વિશે મગનલાલભાઈ વચ્ચે અને અમ શિક્ષકો વચ્ચે હં મેશાં મતભેદ રહે તો. તેમને ઘણી વાર પૂ. બાપુજી આગળ પોતાનો અસંતોષ વ્યક્ત કરવો પડતો. મેં બાપુજીને એક વાર એટલું કહીને નિશ્ચિંત કર્યા હતા કે “અમારી વચ્ચે ખેંચતાણ ભલે ચાલતી પણ મગનલાલભાઈની નિર્મળતા વિશે મને આદર છે. તેમનામાં સ્વાર્થ નથી. વૃત્તિમાં મેલ નથી. એમની શક્તિને કારણે 336

એમનો આગ્રહ શોભી જ નીકળે છે. એમની કેટલીક વસ્તુઓ અમે સ્વીકારી શકતા નથી પણ એમના પ્રત્યે મારા મનમાં ઘણો આદર છે. હં ુ એમને કહં ુ છુ ં કે તમે શિક્ષકો જોડે ચર્ચામાં નહીં ઊતરતા. તમારે જ ે કરાવવું હોય તે મને કહો. મારી ઢબે એ બધું તમને હં ુ કરાવી આપીશ.” કેળવણીમાં ઉદ્યોગને પ્રધાનપદ હોવું જોઈએ એ એમનો આગ્રહ રહે તો. હં ુ એમને કહે તો કે એમાં બેમત નથી. પણ કેળવણીમાં ઉદ્યોગ દાખલ થવો જોઈએ કેળવણીની ઢબે જ, કારખાનાની ઢબે નહીં. આજ ે મને લાગે છે કે, હં ુ જ ે કહે તો તે પ્રમાણે જાતે કરી બતાવત તો મારી વાત સહે જ ે એમને ગળે ઊતરત. મારી મીમાંસા સાચી હતી, પણ તે પ્રમાણે મારું જીવન મેં ઘડયું નહીં. એટલે જ એમને સમજાવવામાં હં ુ ફાવ્યો નહીં. અમારી વચ્ચે જ ે ઘર્ષણ ચાલતું એમાંથી જ વર્ધા કેળવણી અથવા ગ્રામોદ્યોગમૂલક પાયાની કેળવણીનો જન્મ થયો છે. સત્યાગ્રહાશ્રમના ઇતિહાસમાં ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણના જ ે સિદ્ધાંતો તારવ્યા છે તેનું જ વાતાવરણ, જાણ્યેઅજાણ્યે, ચિ. પ્રભુદાસે જીવનનું પરોઢમાં તાદૃશપણે રજૂ કર્યું છે. ગાંધીજીએ પોતે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ લખ્યો છે. ત્યાંની જ ેલના અનુભવો લખ્યા છે. એમની આત્મકથામાં પણ એ વખતનો ઇતિહાસ આવી જાય છે. ફિનિક્સ આશ્રમનો ભાર અમુક અંશે ઊંચકનાર શ્રી રાવજીભાઈએ ગાંધીજીની સાધના અને જીવનનાં ઝરણાં એ બે ચોપડીમાં ઘણું આપ્યું છે. અને જ ે આપ્યું છે તે ઘણું જ અસરકારક છે. અને છતાં કહે વું પડે છે કે એ બધી ચોપડીઓમાં કેટલીક વસ્તુઓ રહી જ ગયેલી જ ે પ્રભુદાસે પોતાના જીવનનું પરોઢમાં આપી છે. અને આપણને લાગ્યા વગર નથી રહે તું કે કેટલીક વસ્તુઓ તો પ્રભુદાસ જ આપણને આપી શકત. ગાંધીયુગના [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


ઇતિહાસકારોમાં તેમ જ ગાંધીજીવનના ચરિત્રલેખકોમાં પ્રભુદાસે આ ચોપડી લખી, કાયમનું સ્થાન મેળવ્યું છે, કેમ કે એમાં મૌલિક, આધ્યાત્મિક અને પ્રામાણિક મસાલો ઠાંસીને ભરે લો છે. ગાંધીજીના પુરુષાર્થનો ઇતિહાસ આ ચોપડીમાં આવતો હોવાથી એનું મહત્ત્વ છે જ. પણ કેવળ સાહિત્ય તરીકે પણ ગુજરાતી સાહિત્યમાં આ ચોપડીએ એક ઉત્તમ આદર્શ રજૂ કર્યો છે. આજ ે જો મહાદેવભાઈ જીવતા હોત તો આ ચોપડીની પ્રસ્તાવના લખવાનું મારું વચન કોરે રાખીને એમને જ હં ુ આગ્રહ કરત કે “આની પ્રસ્તાવના તમારે જ લખવી.” ગાંધી કુ ટુબ ં નો આવશ્યક ઇતિહાસ આમાં સુંદર રીતે આવે છે. અને એ રીતે ગાંધીજીની આત્મકથામાં રહે લી ન્યૂનતા પૂરી થાય છે. ભૂગોળનાં વર્ણનો અને કુ દરત સાથે ઘાસપાન, ફળફૂલ, પંખી અને વાદળાં સાથે તદાકાર થવાનો આનંદ જ્યારે પ્રભુદાસ વર્ણવે છે, ત્યારે તો એની કલમનું સામર્થ્ય સોળે કળાએ પ્રગટ થાય છે. સમોવડિયા અને મોટેરાંઓ તરફથી જ ે પોષણ બાળ પ્રભુદાસને મળતું નહીં તે એણે કુ દરત પાસેથી મેળવ્યું. તેથી જ આ વર્ણનશક્તિ એનામાં આટલી જીવતી થઈ છે. કુ દરતના વર્ણનમાં પ્રભુદાસ જ ેટલો ફાવે છે, તેટલો જ મનોવિશ્લેષણમાં પણ ફાવે છે. વડીલો પ્રત્યેની આમન્યાની મર્યાદાથી બંધાયેલો હોવાથી એણે પોતાની વિશ્લેષણશક્તિ પોતાના ઉપર જ અજમાવી છે, પણ આગળ જતાં જ્યારે એ કોઈ નવલકથા કે ઇતિહાસ લખવા બેસશે ત્યારે એ આપણને મનુષ્યમાનસનાં વિશેષ ઊંડાણોનો ઠીક ઠીક પરિચય કરાવશે. આ ચોપડીમાં પણ સ્વભાવચિત્રણો ઓછાં નથી, અને જ ે છે તે ઉઠાવદાર છે. આજના વાચકો આ ચોપડી ગાંધીજીના જીવનના એક પાસાના ચિતાર તરીકે જ વાંચશે. પણ ખરું જોતાં જીવનનું પરોઢ એ પ્રભુદાસના બાળપણની नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

આત્મકથા અથવા ચોથા વરસથી માંડીને બારમા વરસ સુધીની સ્મરણયાત્રા છે. એમાં બાલમાનસવિકાસનું અને એમાં આવતી વિકૃ તિનું પારદર્શક ચિત્ર છે. કેળવણીકારોની અને અનેકાનેક માબાપોની આંખ ઉઘાડે એવી માહિતી આમાં છે. પ્રભુદાસે પોતાના દોષો ઉપર ક્યાંય ઢાંકપિછોડો કર્યો નથી. ઊલટુ ં ચિત્રગુપ્ત આગળ ઊભા હોય એવી રીતે પોતાના એકેએક દોષનું આમાં બયાન આપ્યું છે. ક્યાંય પોતાની દયા ખાધી નથી એટલે જ બીજાઓ વિશે લખવાનો એણે અધિકાર મેળવ્યો છે. તેમાંયે જ ે લોકો અંદરનો ઇતિહાસ અશેષ જાણે છે તેઓ તો જરૂર કહે શે કે પ્રભુદાસે આમાં કળાયુક્ત સંયમ જ સાધ્યો છે. ગાંધીજીએ લખેલા સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ પછી તરત જ આ ફિનિક્સ આશ્રમનો ઇતિહાસ વાંચવાથી જ ે વિચાર મનમાં આવ્યો તે રજૂ કરી દઉં છુ .ં આશ્રમના ઇતિહાસની પ્રસ્તાવનામાં અગ્નિસંભવ આશ્રમનો જ ે ઇતિહાસ મેં માગ્યો છે તે જ આપણને અહીં બાળબોધ ઢબે મળે છે. ફિનિક્સ આશ્રમનો આ ઇતિહાસ વાંચવાથી બાપુજીની સત્યાગ્રહાશ્રમ પરત્વેની જીવનદૃષ્ટિ અને કાર્યપદ્ધતિ વધારે સ્પષ્ટ થાય છે. સત્યાગ્રહી વીરો જ ેલમાં જઈ હાર ખાય નહીં એટલા માટે ગાંધીજીએ શ્રમ-સહિષ્ણુતા, સ્વાદ-જય અને ખડતલ જીવનની કેળવણી ફિનિક્સમાં દાખલ કરી. એ રીતે જોતાં ફિનિક્સ આશ્રમને જ ેલઆશ્રમ કહે વું જોઈએ (આ વિચાર મનમાં આવતાંની સાથે યુરોપના ઇતિહાસમાં વાંચેલી વાત યાદ આવી કે યુરોપનાં જ ેલજીવનનો કાર્યક્રમ ખ્રિસ્તી તપસ્વીઓનાં મઠજીવનની ભૂંડી આવૃત્તિ હતી. જ ેલમાં પરાણે પુણ્ય કરાતું, પરાણે સંયમ પળાતો, મારી ઠોકીને તપ કરાવાતું અને ચિત્ત અનુકૂળ હોય કે ન હોય, પરાણે પ્રાયશ્ચિત્ત પણ કરાવાતું.). 337


જ ેલજીવનની આવશ્યકતા તરીકે ગાંધીજીએ અસ્વાદવ્રતનો મહિમા વધાર્યો હશે; જ ૈનોના તપસ્યાના આગ્રહથી પણ બાપુજી અસ્વાદ તરફ ખચ ેં ાયા હશે; બ્રહ્મચર્યપાલનમાં સ્વાદ-જય અપરિહાર્ય છે એમ સમજી એમણે એ પ્રયોગો ચલાવ્યા હશે—जितं सर्वे जिते रसे.—પણ એ બધા પ્રયોગો એમણે પોતાની કલ્પના પ્રમાણે જ કર્યા હતા. અને એમાંથી ઘણા ઘણા અનુભવો મેળવી પોતાના વિચારોમાં ફે રફારો પણ કર્યા હતા. એક વાર બાપુજીએ કહે લું કે “એકલો સ્વાદ-જય બસ નથી. જ ેમણે મીઠાનો, ગળી ગળી વસ્તુનો, ફરસાણ વાનીઓનો સદંતર અને સંતોષપૂર્વક ત્યાગ કર્યો છે એવા લોકો પણ પોતાની ભૂખ કરતાં વધારે ખાવા જ ેટલા અકરાંતિયા થયેલા મેં જોયા છે. કેવળ નિયમપાલનથી અસ્વાદવ્રત અથવા આહારસંયમ સધાતા નથી.” એક ઇન્દ્રિય ઢીલી થઈ તો બાકીની બધી ઇન્દ્રિયો ધીરે ધીરે ઢીલી થવાની જ એ વાત સાચી છે; પણ એક ઇન્દ્રિય કાબૂમાં આવવાથી બીજી ઇન્દ્રિયો કાબૂમાં આવે જ છે એવો અનુભવ નથી. સૌથી પહે લું અને સૌથી છેલ્લું કાબૂમાં આણવું જોઈએ પોતાનું ચિત્ત. એ ન કરતાં એક અથવા અનેક ઇન્દ્રિયોને દબાવવા જતાં ચિત્તનો વેગ બીજ ે ફાટી નીકળવાનો જ.

આશ્રમ જીવનનું મુખ્ય ખમીર તે મરણ સાથેની દોસ્તી. માણસજાત મરણની કલ્પનાથી એટલી બધી બીધેલી રહે છે કે એણે નિર્ભય થઈને મરણનું મોઢું નિહાળ્યું જ નથી. માણસના વિકાસને અર્થે મરણ આવશ્યક છે. મરણ આપણો જન્મસિદ્ધ હક છે. મરણ પરમ મિત્ર છે, જીવનને નવા નવા પ્રયોગો કરવાની તાજગી અર્પણ કરનાર એક વિસામો છે. મરણ એ થાકેલા જીવનની કાંચળી ઉતારવાની એક ક્રિયામાત્ર છે, એ જ ે સમજ ે છે તે જ જીવનનું રહસ્ય સમજી શકે, જીવનની નબળાઈઓ ઉપર વિજય મેળવી શકે. કર્તવ્યપાલનમાં દૃઢ રહી શકે; અને સત્યનું દર્શન કરી શકે, “દુઃખ, રોગ અને મરણ ત્રણે ઉપર વિજય મેળવીને જ આપણે માણસજાતની સેવા કરી શકીએ અને પોતાનું જીવન પણ કૃ તાર્થ કરી શકીએ” એ નિશ્ચયથી ગાંધીજીએ જીવનસાધના આદરી તેના ઇતિહાસ હવે પછી અનેક રીતે લખાશે અને એમની એ પરં પરા માણસજાત હવે પછી અનેક રીતે ખીલવશે. આપણે આ ચોપડીમાંથી કેવળ સાહિત્યરસ કે જીવનરસ જ ચાખવાના નથી, આપણે એમાંથી પ્રયોગરસ પણ ચૂસવાનો છે.

કાકા કાલેલકર

તેજસ્વી તારકમણિ અંધારી રાતે ભરનિદ્રામાં જાગતાં દૃષ્ટિ કૈં શોધ કરતી હોય તેમ આકાશના પટ પર ફરી વળે અને એક તેજસ્વી તારકમણિને ઝબકતો જોઈ ત્યાં ઠરે , તેમ ગુજરાતના નાના-મોટા ઘણા વિચારકો ને શિક્ષણશાસ્ત્રીઓમાં ભમી વળતી દૃષ્ટિ કાકાસાહે બ ઉપર ઠરે છે. હિન્દુસ્તાનની ખાણનાં ઘણાં રત્નો મૂલ્યવાન બહુ હતાં પણ એમનો ચમકાટ માત્ર એમની ખાણને જ અજવાળતો. ગુજરાતના સદ્ભાગ્યે પૂજ્ય ગાંધીજીસમા રત્નપરીક્ષક એને મળ્યા, અને પરિણામે કૈં કૈં રત્નોને ઓળખવાનું ભાગ્ય ગુજરાતને પ્રાપ્ત થયું; એમાંનું એક મહામૂલ્યવાન રત્ન તે કાકાસાહે બ લીલાવતી મુનશી 338

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


જીવનકળાનો મર્મ1

ટૉલ્સ્ટૉયની ૨૩ વાર્તાઓ (અનુ. જિતેન્દ્ર દેસાઈ)

ટૉલ્સ્ટૉયની ત્રેવીસ વાર્તાઓની પહે લી આવૃત્તિ ચાર ભાગમાં ૧૯૬૭માં પ્રસિદ્ધ થઈ હતી. એ આવૃત્તિને સારો આવકાર મળતાં ૧૯૭૨માં તેનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર તરફથી બાળસાહિત્યનાં પુસ્તકોને અપાતા પુરસ્કારમાં તેને ૧૯૭૨માં દ્વિતીય પુરસ્કાર મળ્યો. તેની બધી નકલ ખપી જતાં ૧૯૭૯માં તેનું પુનર્મુદ્રણ બે ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. બીજુ ં પુનર્મુદ્રણ માત્ર બે વરસના ગાળામાં ખલાસ થઈ જતાં આ ત્રીજુ ં પુનર્મુદ્રણ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે. …૧૯૮૩માં એક ભાગમાં ટૉલ્સ્ટૉયની ત્રેવીસ વાર્તાઓ પ્રસિદ્ધ થયા પછી આ તેનું નવમું પુનર્મુદ્રણ થઈ રહ્યું છે. રુમાનિયાની રાણી કવયિત્રી કાર્મન સિલ્વાએ કહ્યું છે તેમ, ‘...આ વાર્તાઓ જ ેવી સર્વાંગસંપૂર્ણ વાર્તાઓ આજ દિન સુધી લખાઈ નથી. ...એ વાર્તાઓની પવિત્રતા આપણા હૃદયને વધારે સ્પર્શી જાય છે. …બાઇબલની જ ેમ આ વાર્તાઓ પણ સદાકાળ જીવંત રહે વાને સર્જાયેલી છે. એમાં સનાતન સત્યનું નિરૂપણ થયેલું છે.’ આ કારણે આ વાર્તાઓના પુસ્તકની માગ સતત રહી છે અને તેનું પુનર્મુદ્રણ થતું રહે છે. … [પ્રકાશકના નિવેદન અને નવમાં પુનર્મુદ્રણની નોંધમાંથી સંકલન]

સન્નિધિ, રાજઘાટ નવી દિલ્હી ગણતંત્ર દિવસ, ૨૬ – ૧ – ’૬૯

ટૉલ્સ્ટૉય વિશે અને એના સાહિત્ય વિશે મેં અનેક

વાર લખ્યું છે, એટલું જ નહીં પણ ટૉલ્સ્ટૉયના કેળવણી વિશેના આદર્શ માટે પણ મેં એક લાંબો નિબંધ લખ્યો હતો. આજ ે એ જ ટૉલ્સ્ટૉયે લખેલી ત્રેવીસ વાર્તાઓનું ગુજરાતી રૂપાંતર જોઈ એ મહાન નવલકથાલેખક, સાહિત્યકાર અને ધર્મચિંતક મહાત્મા વિશે ફરી વાર લખવાનો આનંદ અનુભવું છુ .ં યુરોપના સૌથી મોટા સામ્રાજ્ય તળે અને કાંઈક અંશે ધર્મસામ્રાજ્ય તળે પણ ચગદાયેલી રશિયન પ્રજાને આત્મપરિચય અને આત્મજાગૃતિની દીક્ષા આપનાર સમર્થ પુરુષોમાં પણ ટૉલ્સ્ટૉયનું સ્થાન ટૉલ્સ્ટૉયની ૨૩ વાર્તાઓ અનુ.ૹ જિતેન્દ્ર દેસાઈ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1967માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું તેરમું પુનર્મુદ્રણ, કેટલાક સુધારા સાથે, વર્ષ 2016 ISBNૹ 978-81–7229–009–2 પેપર બૅક સાઇઝૹ 4.75 "× 7" પાનાંૹ 424 • ૱ 150

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

બહુ ઊંચું હતું. ઝારશાહીની અંતિમ ક્ષણો અને સામ્યવાદનો અરુણોદય આ બે મહાન ઐતિહાસિક ઘટનાના સંધિકાળમાં ટૉલ્સ્ટૉયનો જીવનક્રમ ફે લાયેલો હતો (૧૮૨૮ – ૧૯૧૦). રાજનીતિમાં અને ધર્મનીતિમાં મહાન ક્રાન્તિ સૂચવનાર લોકોત્તર મનીષી ટૉલ્સ્ટૉય, કળા અને સાહિત્યના આદર્શોમાં પણ ક્રાન્તિ કરનારો નીવડયો એમાં આશ્ચર્ય શું? ટૉલ્સ્ટૉયની સાહિત્યકળાનો મર્મ એની જીવનકળામાં આપણને જડે છે. ઉમરાવ ખાનદાનમાં જન્મેલો આ મહાત્મા લોકોત્તર1 જીવનરસિયો હતો. બધી જાતના વિલાસના અનુભવ કર્યા છતાં એની આદર્શનિષ્ઠા દબાઈ ન ગઈ, ચગદાઈ ન ગઈ. ‘જીવનનો અનુભવ લેતો જાય અને જીવનનું રહસ્ય શોધતો જાય’ આ જાતની જીવનસાધનાને અંતે એને જીવનનું જ ે રહસ્ય જડ્યું તે એણે પોતાના જીવનપ્રયોગોમાં અને વિશાળ સાહિત્યમાં નોંધી રાખ્યું છે. ઉમરાવ ઘરાણાના રિવાજ પ્રમાણે ટૉલ્સ્ટૉયે જવાનીમાં ફોજી કારકિર્દી પસંદ કરી અને ક્ષાત્રજીવનનો અનુભવ કર્યો. એ જ અરસામાં એણે 1. મૂળ શીર્ષકૹ આવકાર

સં. 339


ટૉલ્સ્ટૉયની વાર્તાઓ જેમને ગમે છે તેઓ કહે શે કે, ‘ઉત્તમ સાહિત્ય ગર્ભિણી જેવું હોવું જોઈએ.

સાહિત્યકારની વાર્તા બોધ-ગર્ભ તો હોવી જ

જોઈએ. પણ લેખકે સુયાણી થવા સુધી આગળ વધવું ન જોઈએ.’ આ આદર્શ સ્વીકારીએ તો આ

વાર્તાઓમાં

ટૉલ્સ્ટૉય

ઉત્તમ

કળાકાર

નીવડ્યો છે એમ કહી શકાય

નાનપણના જીવનના અનુભવો નવલકથાના રૂપમાં લખવાનો પ્રારં ભ કર્યો. એટલાથી જ સાહિત્યકાર તરીકેની એની કીર્તિ એટલી ફે લાઈ કે રશિયાના સમ્રાટ ઝારે પોતાની સેનાના શ્રેષ્ઠ લોકોને સૂચના મોકલી કે આવા વિખ્યાત સાહિત્યકારનું જીવન જોખમમાં આવી પડે એવે ઠેકાણે આને તમે નહીં મોકલતા. ટૉલ્સ્ટૉયનો સ્વભાવ ધર્મનિષ્ઠ ખરો પણ ધર્મને નામે ચાલતાં ધતિંગોની એને ચીડ જ હતી. પણ એ ઉપરાંત જ ે અસંખ્ય રૂઢિઓ અને ધાર્મિક માન્યતાઓ ધર્મમાન્ય ગણાતી એ પણ ધર્મપોષક નથી, ઊલટી સાચી ધર્મભાવનાને બાધક છે એમ જાહે ર કરતાં ટૉલ્સ્ટૉયને કોઈ પણ સંકોચ આડે ન આવ્યો. રશિયાના ખેડૂતોને અર્ધગુલામ સ્થિતિમાં રહે વું પડતું હતું. એ અન્યાય સામે કરુણાશીલ ટૉલ્સ્ટૉયનું હૈ યું ઊકળી ઊઠયું. એણે પોતાની જમીનદારીમાં જમીન ખેડતા ખેડૂતોને મુક્ત કરવાનું હિં મતભર્યું પગલું ભર્યું, અને પોતાનાં સ્ત્રીપુત્રાદિ કુ ટુબ ં ીજનોને નારાજ કર્યાં. ગૃહસ્થજીવનના સારાનરસા, ઊંડા અને છીછરા બધી જાતના અનુભવ લીધા પછી (અને અનુભવ 340

દરમિયાન પણ) ટૉલ્સ્ટૉયે અનેકાનેક નવલકથાઓ લખી, જ ેની અંદર રશિયન પ્રજાના બધા સ્તરોનું જીવન પ્રતિબિંબિત થયેલું છે. સ્ત્રીપુરુષ વચ્ચેના લૈંગિક (કામોપભોગમૂલક) આકર્ષણના અનેક પ્રકારોનું પૃથક્કરણ ટૉલ્સ્ટૉયે એટલું આબાદ કર્યું છે કે આ કારણે પણ યુરોપના સાહિત્યકારોમાં એને સદાને માટે ઊંચું સ્થાન મળ્યું છે. વિલાસી જીવનનો અનુભવ, ધર્મપ્રચારની કૃ ત્રિમતા, સામાન્ય પ્રજાની દયનીય સ્થિતિ અને મનુષ્યજીવનનો સર્વોચ્ચ આદર્શ આ બધાનાં ચિંતનમાંથી ટૉલ્સ્ટૉયના ધર્મવિચારો ઘડાયા. સામાજિક અને આર્થિક ક્રાન્તિના ઉપાયો એમને જડ્યા. સ્ત્રીપુરુષ સંબંધ કેવો હોય તો જીવન કૃ તાર્થ થાય એની કલ્પના એમના મનમાં પરિપક્વ થઈ. માણસજાતનું અંતિમ ધ્યેય શું છે એનું ચિંતન પરિપક્વ થયું અને એમાંથી જ એમનો કળાવિષયક આદર્શ ધર્માભિમુખ થયો. અને તેથી જ યુરોપના સાહિત્યાચાર્યો જ ે એક વખતે ટૉલ્સ્ટૉયની પૂજા કરતા હતા તે એમનાથી કાંઈક વિરસ[ઉદાસ, ખિન્ન] થયા. રશિયામાં ટૉલ્સ્ટૉયના જ ે ક્રાન્તિકારક વિચારો ફે લાયા તેમાંથી પૂરો લાભ ઉઠાવનાર સામ્યવાદીઓ ટૉલ્સ્ટૉય પ્રત્યે આદર પણ બતાવે છે, અને એનું નેતૃત્વ સ્વીકારવાનો ઇન્કાર પણ કરે છે. રોમાં રોલાં જ ેવા ટૉલ્સ્ટૉયભક્તને કળાની બાબતમાં પણ ટૉલ્સ્ટૉયથી પોતાના આદર્શો કઈ રીતે નોખા પડે છે એ જાહે ર કરવું પડ્યું. આવા એ અદ્વિતીય અનન્યસાધારણ સાહિત્યાચાર્યને બધી કળા વાપર્યા પછી ધર્મપરાયણ લોકોના લોકસાહિત્યના આદર્શ પ્રત્યે અભિરુચિ જાગી અને તેમને સામાન્ય જનતાની બોધપરાયણ લોકશૈલીમાં લખવાનું મન થયું. ટૉલ્સ્ટૉયે ચોત્રીસ વર્ષની વયે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. પતિ-પત્નીનો પ્રેમસંબંધ અતિશય ઉત્કટ. પતિની [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


સાહિત્યપ્રવૃત્તિમાં પણ પત્ની ઉત્સાહપૂર્વક ભાગ લે, તે એટલે સુધી કે હજારો પાનાંની ટૉલ્સ્ટૉયની એક નવલકથા એણે ફરી ફરી સુધારવા માટે અનેક વાર લખી આપી હતી. પણ આગળ જતાં પતિના બધા જ આદર્શો અનેક રીતે બદલાવાથી (એની દૃષ્ટિએ બગડવાથી) પત્નીનો સાવ વિરસ થયો. એની પતિનિષ્ઠા કાયમ ટકી ન શકી. પતિના જ ે જ ે સ્નેહીઓનો સંબંધ કે સહવાસ પતિને અનિષ્ટ રસ્તે લઈ જાય છે એમ લાગે, તે તે સ્નેહીઓ ટૉલ્સ્ટૉયને મળી ન શકે એવી પેરવીઓ કરવા સુધી પતિને એણે હે રાન કર્યા. ટૉલ્સ્ટૉય કંઈ લખી રાખે ત્યારે રાત્રે એનું હસ્તલિખિત એ તપાસી જોતી હતી. જો મજાનું સાહિત્યિક લખાણ હોય તો તે તેમાંથી સારી ઊપજ કરવા માટે એ પોતાના કબજામાં લેતી અને જો એ લખાણ કેવળ ધર્મોપદેશક અથવા ભોળી પ્રજા માટે જ ભોગ્ય એવું જણાતું ત્યારે એ ઘણી નારાજ થઈ જતી હતી. ટૉલ્સ્ટૉયનું આવું લોકભોગ્ય અને સદાચારબોધક સાહિત્ય અમુક અભિરુચિવાળા લોકોને ઊતરતું લાગે એમાં આશ્ચર્ય નથી. ટૉલ્સ્ટૉયની પત્નીની પેઠ ે એવા લોકો પણ એ સાહિત્યથી નારાજ થાય છે. પણ લોકસાહિત્યની સ્વાભાવિક ખૂબી અને કુ દરતી કળાની સુંદરતા જ ેઓ જાણે છે તેઓ તો કલાસ્વામીના આવા સાહિત્યની કદર કર્યા વગર રહે તા નથી. પ્રસ્તુત ગ્રંથમાં ટૉલ્સ્ટૉયની જ ે ત્રેવીસ વાર્તાઓ આવેલી છે એમાંની કેટલીક તો બાળકો માટે લખેલી છે. એકબે વાર્તાઓ ફ્રેંચ વાર્તાઓમાંથી ઉપજાવી કાઢેલી છે. બધી જ જીવનના ઉત્તરાર્ધમાં લખેલી લોકભોગ્ય અને સદાચારનો બોધ આપનારી છે. એમાં સામાન્ય માણસને પ્રિય એવા ભોળા પ્રસંગો પણ છે અને સામાજિક જીવનમાં આમૂલાગ્ર ક્રાન્તિ સૂચવનાર નવ-વિચારો પણ છે. આજકાલના સાહિત્યકારોની કળાની દૃષ્ટિએ બોધ-ગર્ભ વાર્તા સાવ नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

ઊતરતી ગણાય છે. વાર્તામાં રસ હોય, માનવમનનું નિરીક્ષણ અને પૃથક્કરણ હોય પણ બોધ આપવાનું ‘પંતૂજીપણું’ ન જ હોય એ આજનો આદર્શ છે. પંચતંત્ર, હિતોપદેશ અથવા ઈસપની નીતિકથાઓ જ્યારે લખાઈ ત્યારે , અને પૌરાણિક કાળમાં પણ, દરે ક વાર્તાને અંતે બોધવચનો તારવેલાં કે નિચોવી કાઢેલાં હોય જ. સાહિત્યના બાલ્યકાળમાં આ જાતનો બોધ ઠસાવવાનો પ્રયત્ન સ્વાભાવિક ગણાવો જોઈએ. આપણે ત્યાં આજ ે પણ ગામડાંમાં કથાકારો અને અભિનયકારો લોકોને કેળવવા માટે સૂચવે જ છે કે, ‘અહીં તાળીઓ આપવી જોઈએ.’ ‘જુ ઓ, કેટલો કરુણ પ્રસંગ છે!’ ઇત્યાદિ. આજ ે આવો પ્રયાસ પ્રસંગ-પરત્વે ક્ષમ્ય ગણાવો જોઈએ. ટૉલ્સ્ટૉયની વાર્તાઓ જ ેમને ગમે છે તેઓ કહે શે કે, ‘ઉત્તમ સાહિત્ય ગર્ભિણી જ ેવું હોવું જોઈએ. સાહિત્યકારની વાર્તા બોધ-ગર્ભ તો હોવી જ જોઈએ. પણ લેખકે સુયાણી થવા સુધી આગળ વધવું ન જોઈએ.’ આ આદર્શ સ્વીકારીએ તો આ વાર્તાઓમાં ટૉલ્સ્ટૉય ઉત્તમ કળાકાર નીવડ્યો છે એમ કહી શકાય. પણ આજના નવા જમાનાના સાહિત્યકારોને ધર્મબોધ તો શું, પવિત્રતાની અને સદાચારના આગ્રહની ગંધ પણ સહન થતી નથી. સાહિત્યકારનું કામ રસસર્જનનું છે. જ ે ચોખલિયા થવા માગે છે તેણે સાહિત્યકારની જમાતમાંથી ન્યાતબહાર થવાનું જોખમ સ્વીકાર્યે જ છૂટકો. નવા લોકો એમનું આવું સ્પષ્ટ વર્ણન પસંદ ન કરે એ સમજાય એવી વાત છે. પણ વલણ તો આ જ છે. સદ્ભાગ્યે નવીનોના આ રસિક આદર્શનો અતિરે ક થવા લાગ્યો છે. અને કેટલાક સદભિરુચિવાળાં સજ્જનો રસિક દૃષ્ટિના નવા નવા અવતારોથી અકળાવા લાગ્યા છે. સદાચારનો વિરોધ કરવા જતાં જ ે લોકો સદભિરુચિને પણ ફગાવી દેવા તૈયાર થયા છે અને 341


અશ્લીલતાને કિનારે પહોંચવાનું જ જ ેમને શૂર ચડે છે તેમનો વર્ગ જ ેમ જ ેમ વધતો જાય છે તેમ તેમ તેમની પ્રતિષ્ઠા ઓછી થતી જાય છે. કાયદાની અને લોકલજ્જાની બીક માથે લટકતી હતી ત્યાં સુધી સ્વતંત્ર વિચાર અને શૈલીવાળા લેખકોની હિં મતની કદર થતી હતી. હવે તો સામાન્ય વાચકવર્ગ ‘ઉદાર’ થવા લાગ્યો છે અને કાયદાઓ અને કાયદાનો અમલ કરનાર અધિકારીઓ પશ્ચિમના આદર્શથી અંજાઈ ગયા છે, તેથી વાર્તાલેખનમાં હિં મત કેળવવાની જરૂર રહી નથી. બીજી બાજુ ‘ધર્મ’ના આગ્રહી લોકો પૌરાણિક અભિરુચિને માન્ય રાખતા હોવાથી એમની પાસે કોઈ નિશ્ચિત આદર્શ છે જ નહીં. છેલ્લા સૈકાની નીતિના આદર્શોમાં માનનારા લોકો પોતાના આદર્શનો હવે બચાવ કરી શકતા નથી. એ આદર્શમાં રહે લો દંભ સાવ ઉઘાડો પડયો છે. ઢાંકપિછોડાના દિવસો હવે રહ્યા નથી. અને તેથી સાહિત્યને પ્રમાણમાં શુદ્ધ, સ્વચ્છ વાતાવરણ મળવા લાગ્યું છે. સદાચારને નામે શિષ્ટાચારની કે રૂઢાચારની જ ે જોહુકમી ચાલતી હતી તે તો હવે ઊતરી ગઈ છે. અને શુદ્ધ સદાચાર પોતાનું સ્થાન મેળવી શક્યો છે. અને તેથી સદભિરુચિનો જ સ્વીકાર સર્વત્ર થવા લાગ્યો છે. આવી સ્થિતિમાં અમુક લોકો જ્યારે જાણી જોઈને શ્લીલ અને અશ્લીલ વચ્ચેનો પડદો તોડવા માગે છે, ત્યારે એમની હિં મતની હવે કોઈ કદર કરતું નથી અને એમના આદર્શને કોઈ વધાવી પણ લેતું નથી. આવા દિવસોમાં ટૉલ્સ્ટૉયની આ વાર્તાઓને બોધાગ્રહી કરીને કોઈ બહિષ્કૃત કરશે નહીં એટલી ખાતરી છે. આવા સારા દિવસોમાં આ વાર્તાઓ ગુજરાતીમાં પ્રગટ થાય છે એ એનું સદ્ભાગ્ય છે. ગ્રંથકાર ટૉલ્સ્ટૉયે પોતાની સોળે કળાવાળી સાહિત્યકૃ તિની છટા આ વાર્તાઓમાં જાણીજોઈને વાપરી નથી. લોકસાહિત્યનું અસરકારક સીધાપણું

જ રાખ્યું છે. છતાં કળાકાર તે કળાકાર. એના કૌશલ્યની ખુમારી તો અહીં દેખાવાની જ. અને તેથી જ આ વાર્તાઓ આટલી લોકપ્રિય થઈ છે. મૂળ વાર્તાઓ સાહિત્યજગતમાં કાયમનું સ્થાન પામી ચૂકી છે એટલે એને વિશે અહીં ખાસ લખવાપણું ન હોય. ભાષાંતર કેવું થયું છે એ જ અહીં જોવાનું. મને કહે તાં સંતોષ છે કે ભાષાંતર આ વાર્તાઓને શોભે અને ગુજરાતીમાં સારી ભાત પાડે એવું જ થયું છે. શાસ્ત્રીય વિવેચન કરતા સાહિત્યના અનુવાદમાં મૂળ વિવેચનનો ભાવ સ્પષ્ટ રીતે પ્રગટ થયો છે કે નહીં એ જોવાનું હોય છે. ત્યાં અનુવાદની પ્રામાણિકતા અને વિશદતા જ ખાસ તપાસવાની હોય છે. આવી વાર્તાઓમાં મૂળમાં જ ેમ હોય તેમ જ રાખવાની તકેદારી હોવા છતાં ગુજરાતી ભાષા અને લોકોની રહે ણીકરણીની સ્વાભાવિકતાને અનુરૂપ ફે રફાર કરવાની છૂટ લેવી જ જોઈએ. આવી વાર્તાઓ વાંચતી વખતે એનો રસ કાયમ રહે , વાતાવરણ ઉઠાવદાર થાય, મૂળ મુદ્દાઓની ક્ષતિ ન થાય અને મૂળ લેખકની દૃષ્ટિ પ્રત્યેની વફાદારીની બાબતમાં ઊણપ ન આવે એટલું જ ખાસ જોવાનું હોય છે. આ દૃષ્ટિએ જોતાં અનુવાદ બધી રીતે સફળ થયો છે. કોઈ પણ ઠેકાણે એ તરજુ મિયો લાગતો જ નથી. એમાં જ એની સફળતા છે. સાહિત્યક્ષેત્રમાં નવું પદાર્પણ કરનાર યુવાન અનુવાદકનું હાર્દિક અભિનંદન કરું છુ .ં આશા ઉત્પન્ન થાય છે કે ભાઈ જિતેન્દ્ર પાસેથી આપણને હવે સારું સારું સાહિત્ય મળતું જ રહે શે. અને ગાંધીજીના નવજીવન પ્રકાશનના લેખકોની હારમાળામાં શોભે એવા એક નવા આવકાર લાયક નામનો ઉમેરો સાબિત થશે. કાકા કાલેલકર 

342

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


મનોવ્યથા

ત્યારે કરીશું શું> (લે. લિયો ટૉલ્સ્ટૉય, અનુ. નરહરિ પરીખ)

આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ લગભગ ચાર વર્ષ થયાં ખલાસ થઈ ગઈ… આ આવૃત્તિ વખતે ભાષાન્તરને બને તેટલું સરળ અને સુવાચ્ય કરવાના હે તુથી આખું ભાષાન્તર શ્રી …ની પહે લી આવૃત્તિ બે ભાગમાં છાપવામાં આવી હતી. …પરં તુ જગતમાં ચાલતા જુ લમ અને અન્યાયથી ઉદ્વિગ્ન થયેલા હૃદયની આર્તવાણી સંભળાવી આપણા કર્તવ્યનું સચોટ ભાન કરાવતું આ પુસ્તક બને તેટલું સસ્તું મળી શકે તેટલા માટે પુસ્તકનો શ્રી નરહરિભાઈ પાસે સંક્ષેપ કરાવી બંને ભાગો એક જ ભાગમાં છાપ્યા છે. [પ્રકાશકનું નિવેદન (૧૯૩૪)માંથી] Who touches this book, touches a man.

વૉલ્ટ વિટમન

પ્રસ્તાવનાનો સામાન્ય ઉદ્દેશ તો ચોપડીનો અને અવગાહન નવલકથામાં હોય છે તેવું બધું આમાં તેના વિષયનો કાંઈક પરિચય આપવાનો હોય છે. પણ ત્યારે કરીશું શું? એ ચોપડી નથી પણ એક અત્યંત સમભાવી હૃદયનો વલોપાત છે; જીવનશુદ્ધિની રહસ્યભેદી શોધ છે, અને મહાવીરને છાજ ે એવો આર્યસંકલ્પ છે. ટૂ કં ામાં કહીએ તો કારુણ્ય, ઔદાર્ય, ગાંભીર્ય અને માધુર્યનું એ એક ઓજસ્વી રસાયણ છે. આનો પરિચય ન અપાય; આની ઉપાસના થાય, આનું સેવન થાય. ટૉલ્સ્ટૉય શક્તિશાળી કલાધર હતા. એમની દરે ક કૃ તિમાં ઔચિત્ય અને પ્રસાદ તો હોય જ છે. પણ હૃદયને અસ્વસ્થ કરી મૂકનાર સમવેદિત્વ એ એમની કળાનો વિશેષ છે. ત્યારે કરીશું શું? એ ટૉલ્સ્ટૉયની સર્વોચ્ચ કોટીની કૃ તિ ગણાય છે. જ ેવું શબ્દચિત્રણ, ભાવપ્રદર્શન અને લોકજીવનમાં ત્યારે કરીશું શું? અનુ.ૹ નરહરિ દ્વારકાદાસ પરીખ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1934માં પ્રકાશિત બીજી આવૃત્તિનું ચોથું પુનર્મુદ્રણ, વર્ષ 2014 (પ્રથમ આવૃત્તિ ૹ 1928) ISBNૹ 978-81-7229-415-1 પેપર બૅક સાઇઝૹ 4.75 "× 7" પાનાંૹ 10 + 334 • ૱ 120

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

છે. છતાં આ વસ્તુને કળાની દૃષ્ટિએ જોવી એમાં ઔચિત્યભંગ છે, એમાં હીનતા છે, એમાં ધર્મજીવનનું અપમાન છે. સીતાનો વિલાપ, દ્રૌપદીની ભીડ, સતીનું ચિતારોહણ, એ પ્રસંગો કાવ્ય કે કળા માટે નથી હોતા, પણ જીવનને દીક્ષા આપવા માટે હોય છે. ધર્મપૂત હૃદયથી જ આપણે એનું દર્શન કરીએ, કેવળ કળાની જ આંખો હોય તો તે આવે પ્રસંગે મીંચી દઈએ. ટૉલ્સ્ટૉયે વર્ણવેલા પ્રસંગો કાલ્પનિક નથી, એણે કરે લી મીમાંસા ‘તાત્ત્વિક’ નથી. અને એણે કરે લું જીવનપરિવર્તન ક્ષણિક નથી. પુસ્તકની શરૂઆત તો રસ્તા પર ભટકતા ભિખારીઓનાં સુખદુઃખથી થાય છે પણ એનો મુખ્ય વિષય તો આખા મનુષ્યસમાજના કલ્યાણનો છે. પુરાણોમાં આપણે પૃથ્વીને ભાર થયાની વાતો સાંભળીએ છીએ. શું લોકસંખ્યા વધવાથી પૃથ્વીને ભાર થતો હશે? કે જંગલો વધવાથી કે હિમાલય જ ેવો પહાડ પાણીમાંથી ઉપર ઊપસી આવવાથી? આવા બનાવો પૃથ્વીનો ભાર વધવાનું કારણ નથી. પૃથ્વીને ભાર થાય છે આળસનો, એદીપણાનો, પાપનો, અનાચારનો, દ્રોહનો. ટૉલ્સ્ટૉયે જોયું કે 343


ટૉલ્સ્ટૉયની ખ્યાતિ યુરોપમાં પ્રથમ પંક્તિની હતી. એની સાહિત્યકળા ઉપર યુરોપ વારી

જતું. પણ જ્યારે ટૉલ્સ્ટૉયે નિષ્પાપ જીવન

ગાળવાને અર્થે સર્વસ્વ છોડ�ાું ત્યારે યુરોપમાં હાહાકાર થયો. નટ, વિટ અને ગણિકા જેવા

છતાં પ્રતિષ્ઠિત થઈ બેઠેલા એવા લોકોને થયું કે કળાનો ઘાત થયો, ટૉલ્સ્ટૉયે કળાની મર્યાદા છોડી! સત્યમાં પ્રવેશ કર્યો!

अति सर्वत्र वर्जयेत्

એ કળાનો સર્વોચ્ચ નિયમ એણે તોડ�ાો! કળા એ જ જીવનસર્વસ્વ માનનારા ઇન્દ્રિયારામ

લોકોને લાગ્યું કે ટૉલ્સ્ટૉય જીવનને બેવફા નીવડ�ાો

આજ ે પૃથ્વીને બહુ ભાર થયો છે; ભાર અસહ્ય થયો છે; હવે કાંઈક ઉત્પાત થવાનો; જ્વાળામુખી ફાટી નીકળવાનો અથવા અભૂતપૂર્વ દાવાનળ સળગવાનો. એ દુઃખ કેમ ટળે, એ મહતી વિનષ્ટિ[મોટી પાયમાલી, વિનાશ]માંથી સમાજ કેમ બચે, એની વિવેચના આ ચોપડીમાં ટૉલ્સ્ટૉયે કરી છે. એણે જોયું કે રશિયામાં, યુરોપમાં, આખી દુનિયામાં, પ્રતિષ્ઠિત એદી લોકોની સંખ્યા અનહદ વધી છે — વધતી જાય છે અને કેમે કરી રોકાતી નથી. એમનું અમનચમન, એમની વાસનાઓ, એમના ભોગો ભોગવવાના ઉપાયો વધ્યે જ જાય છે. આ આયતારામો પ્રજાનો પરસેવો ચૂસી ખાય છે. એની અવેજીમાં સમાજને કશું આપતા નથી. એટલું જ નહીં પણ સરકારી જબરદસ્તી અને પૈસાની જાળથી, દબાયેલા લોકોને માથું ઊંચું કરવાનું પણ અશક્ય કરી મૂકે છે; પોતાના મનને મનાવા ખાતર અને દુનિયાને છેતરવા ખાતર જાત જાતની ફિલસૂફીઓ રચે છે; પોતાની સ્થિતિ યથાયોગ્ય છે, એમાં જ બધાંનું કલ્યાણ છે, એમ સિદ્ધ કરવા ખાતર કૃ ત્રિમ ધાર્મિક સિદ્ધાંતો ઊપજાવી કાઢે છે, 344

સમાજશાસ્ત્ર ગોઠવે છે અને વિજ્ઞાન તથા કળાને ભ્રષ્ટ કરે છે. આ બધું ઉઘાડુ ં પાડવું એ સહે લી વાત નથી. વિચાર કરવાનો અને તેનો પ્રચાર કરવાનો ઇજારો જ ેમની પાસે છે એવા બધા જ માનવીના ટોળા સામે — આપણે પણ એ ટોળામાં જ છીએ — આ અભિમન્યુના જ ેવું અસમાન યુદ્ધ છે; એકાકી યુદ્ધ છે. પણ ટૉલ્સ્ટૉયની લેખક તરીકેની શક્તિ અને હરિશ્ચંદ્રના જ ેવી શ્રદ્ધા એ કાર્યને પહોંચી વળે એવી જ નીવડી. એ જાણતો હતો કે દુનિયાદાર ડાહ્યા લોકો ગમે તેટલા હોય તોપણ તેમનું બળ અપર્યાપ્ત છે અને પોતે એકલા હોય તોપણ સત્યસ્વરૂપ જગદીશ સાથે હોવાથી પોતાનું બળ પર્યાપ્ત છે. અને ટૉલ્સ્ટૉયે પૃથ્વીનો ભાર હલકો કરવા ઉપાય પણ કેવો સૂચવ્યો? સનાતન કાળથી જ ે ઉપાય સૂચવાયો છે એ જ. त्यक्तेन भुंजीथाः। मा गृधः कस्यस्विद्धनम्। આ ઉપાય ટૉલ્સ્ટૉયે ચોપડી જ લખીને નથી સૂચવ્યો. પણ જાતે અકિંચન બનીને, પોતે યથાશક્તિ અપરિગ્રહ વ્રત પાળીને અને અતે મહા અભિનિષ્ક્રમણ કરીને. ટૉલ્સ્ટૉયની ખ્યાતિ યુરોપમાં પ્રથમ પંક્તિની હતી. એની સાહિત્યકળા ઉપર યુરોપ વારી જતું. પણ જ્યારે ટૉલ્સ્ટૉયે નિષ્પાપ જીવન ગાળવાને અર્થે સર્વસ્વ છોડયું ત્યારે યુરોપમાં હાહાકાર થયો. નટ, વિટ અને ગણિકા જ ેવા છતાં પ્રતિષ્ઠિત થઈ બેઠલ ે ા એવા લોકોને થયું કે કળાનો ઘાત થયો, ટૉલ્સ્ટૉયે કળાની મર્યાદા છોડી! સત્યમાં પ્રવેશ કર્યો! अति सर्वत्र वर्जयेत् એ કળાનો સર્વોચ્ચ નિયમ એણે તોડયો! કળા એ જ જીવનસર્વસ્વ માનનારા ઇન્દ્રિયારામ લોકોને લાગ્યું કે ટૉલ્સ્ટૉય જીવનને બેવફા નીવડ્યો. પશુ સાથેની આપણી જ ે સમાનતા છે તે છોડીએ તો સંકુચિત જ થઈ જઈએ ના? પણ સાચા જીવનકળાધરોએ જોયું કે ટૉલ્સ્ટૉયને હાથે કળા કૃ તાર્થ જ થઈ છે. [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


કેટલાકે તો નિદાન બાંધ્યું કે ટૉલ્સ્ટૉયે માંસાહાર છોડ્યો ત્યારથી જ એની કળાનો ઉન્મેષ ઝાંખો પડ્યો અને એની પ્રતિભા ક્ષીણ થઈ! એણે સંસારસુધારાનો માર્ગ છોડી જંગલીપણાને જ આદર્શ માન્યો! આ ચોપડીમાં આના જ ેવા અનેક આક્ષેપોના એણે સચોટ રદિયા આપ્યા છે. પણ लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति। તટસ્થ રહી વિચાર કરનાર, ટૉલ્સ્ટૉયનો ચરિત્રકાર મૉડ[AylmerMaude ૧૮૫૬ • ૧૯૩૮] કહે છે તેમ ટૉલ્સ્ટૉયના સિદ્ધાંત સામે લખવાનું કે કહે વાનું તો કોઈને અત્યાર સુધી સૂઝ્યું જ નથી. જ ે નીકળે છે તે એટલું જ કહે છે કે ટૉલ્સટૉયનું કથન લોકવિલક્ષણ છે; એનો ઉપદેશ આચારમાં મૂકવા જ ેવો નથી; ટૉલ્સ્ટૉય માગે છે તેમ કરવા જતાં તો બધે અનવસ્થા મચી જાય! પણ આના રદિયારૂપ જ ે ‘અસંખ્ય’ પવિત્ર જીવનો તેઓ પ્રત્યક્ષ દેખે છે તેનો તેઓ વિચાર જ કરતા નથી. અમુક સુધારો પોતાથી થતો નથી માટે માણસમાત્રને તે અશક્ય છે એવી માણસની માન્યતા બંધાઈ જાય છે. ટૉલ્સ્ટૉયને દૃઢ શ્રદ્ધા છે કે જ ેમ માણસે ગુલામીની પ્રથા કાઢી નાખી તેમ સત્તા અને મતાની આ પ્રથા પણ જવાની જ છે. સરકારો, માલમતા, પૈસો, એદી લોકોનો વર્ગ અને એમનો દોર ટકાવવા તેમ જ ગરીબોને કચરી નાખવા ઊભી કરે લી ફોજો — આ બધી માણસે પોતે નિર્માણ કરે લી આપત્તિઓ છે. નિષ્પાપ અને સમૃદ્ધ જીવન માટે આમાંથી એકે સંસ્થાની જરૂર નથી. બુદ્ધિમાન માણસે સાદાઈથી રહી સમાજની વધારે સેવા કરવી જોઈએ. વધારે એશઆરામમાં રહે વું અને વાંદાની પેઠ ે સમાજનું લોહી ચૂસવું એ બુદ્ધિમાનને લાજમ નથી, — એ જ એક મુખ્ય તત્ત્વ ટૉલ્સ્ટૉયે આ પુસ્તકમાં ઠસાવવાનો પ્રયત્ન કર્યો છે. વિજ્ઞાન અને કળાને તેનું કહે વું છે કે જ ેનું લૂણ ખાઈને જીવો છો તેમનો જ તિરસ્કાર नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

પણ ટૉલ્સ્ટૉયની ચોપડીનું શું> એ બહુ ખરાબ

ચોપડી છે. એ આપણને જાગ્રત કરે છે, અસ્વસ્થ

કરે છે, ધર્મભીરુ કરે છે. આ ચોપડી વાંચ્યાં

પછી એશઆરામ અને મોજમજાના દૂધમાં પશ્ચાત્તાપનો ખારો કાંકરો પડે છે. જ્યારે પોતાનું જીવન કાંઈક સુધારીએ ત્યારે જ એ મનોવ્યથા

ઓછી થાય. માણસાઈને જ સાવ ગૂંગળાવી

મારીએ તો તો સવાલ જ નથી. . . .આ ચોપડીનું વાચન સહે લું નથી; પણ સંસ્કારી અથવા

સાત્ત્વિક વૃત્તિવાળા માણસને આખર સુધી રોકી રાખે એવી એ છે

કરી તમે નથી જીવી શકવાનાં. પ્રજાની કાંઈક સેવા તો કરો. અરે કાંઈ નહીં તો અસેવા કરતાં તો લજવાઓ! ટૉલ્સ્ટૉયનો ધર્મબોધ લોકોને ન રુચ્યો અને પરિણામે ત્રીસ વર્ષની અંદર આ જ ચોપડીમાં ટૉલ્સ્ટૉયે જ ે સ્પષ્ટ શબ્દોમાં આગાહી કરી હતી તે પ્રમાણે બની આવ્યું. મજૂ રવર્ગની ધીરજ ખૂટી, પ્રજાક્ષોભ ફાટ્યો અને પ્રજાની જ ખાંધ પર બેસી પ્રજાને લાતો મારનાર વર્ગ ભૂકા થઈ ગયો. છતાં ગરીબોનું દુ;ખ મટ્યું નથી. હિં સાનું દુઃખ હિં સાથી મટે? લોહીથી ખરડાયેલા હાથ લોહીએ ધોવાથી સાફ થઈ શકે? ટૉલ્સ્ટૉયનો ઉપદેશ રશિયા કરતાં હિં દુસ્તાનને વધારે લાગુ પડે એવો છે. પ્રજાનો બોજો હલકો થાય નહીં અને જબરદસ્તીનો દોર મટે નહીં ત્યાં સુધી દેશની રાજકીય, સાંપત્તિક તેમ જ સાંસ્કૃતિક પ્રગતિ થવાની નથી એ વાત, દેશનો વિચાર કરનાર માણસના મનમાં આ ચોપડી વાંચતી વખતે આવ્યા વગર રહે તી નથી. પૈસો એ બેમાલૂમ જબરદસ્તીનું મોટામાં મોટુ ં વાહન છે એ જાણ્યા પછી હિં દુસ્તાનનો સવાલ વધારે સ્પષ્ટ થશે. 345


હિં દુસ્તાનમાં રશિયા જ ેવા ઉત્પાત ન જ થાય એમ કોઈ માને તો તે ભૂલ છે. સાથે સાથે એ પણ ખરું કે રશિયાની પેઠ ે આ દેશમાં ભીષણ સ્ફોટ થવો જ જોઈએ એમ પણ નથી. હિં દુસ્તાનમાં સંતફકીરોનું રાજ્ય અન્ય દેશો કરતાં વધારે ફે લાયું હતું. આજ ે પણ આપણી બુદ્ધિ ગમે તેટલી ભ્રષ્ટ થઈ હોય તોપણ આપણા હાડમાં દ્રોહ નથી, હિં સા નથી. આપણા આદ્ય આચાર્યોએ જાતમહે નતનું મહત્ત્વ સમજાવ્યું છે. જાતમહે નત છોડવાથી સત્ત્વહાનિ થાય છે. માણસના કે પશુના ખભા પર બેસીને કરે લી જીવનયાત્રા નિષ્ફળ છે, પાતક છે એ આપણે જાણીએ છીએ. यल्लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तं।। अर्थमनर्थं भावय नित्यं। मूढ जहीहि धनागमतृष्णां।। એ ઉપદેશ હજી પોથીમાંનાં રીંગણાં નથી થયો. પૈસો-નાણું એ મેલી ચીજ છે, એ વસ્તુ પણ ટૉલ્સ્ટૉયે નવી નથી કહી. द्रव्यं तु मुद्रितं स्पृष्ट्वा त्रिरात्रेण शुचिर्भवेत्। એવાં વચનો આપણે ત્યાં પડેલાં છે. પણ આપણે એ બધાં ધર્મતત્ત્વો સાધુસંન્યાસીઓને વળગાડી દીધાં અને ધર્મને દૂર રાખ્યો. પણ ધર્મ શું ટાળ્યો ટળવાનો હતો? માછલીને જ ેમ જળ તેમ માણસને માટે ધર્મ છે. વાર્યા ન સમજીએ તે હાર્યા તો સમજવાના જ. પાપ કાંઈ સિક્કાઓમાં – ધોળી કે પીળી ચળકતી માટીના ગોળ કકડામાં નથી, પણ સમાજના હૃદયમાં જ હોય છે એ ખરું . છતાં આજ ે એ સિક્કાઓ લોભી, નિર્દય અને શિરજોર વર્ગના હાથનું અસ્ત્ર – દાસ્યાસ્ત્ર બન્યું છે એ વાત કોઈ

નાકબૂલ નહીં કરી શકે. નીરોગી માણસને દવાઓની જ ેટલી જરૂર રહે તેટલી જ નિષ્પાપ જીવન ગાળનાર સમાજને નાણાંની જરૂર રહે વાની એમ ટૉલ્સ્ટૉયનું માનવું છે. પણ ટૉલ્સ્ટૉયની ચોપડીનું શું? એ બહુ ખરાબ ચોપડી છે. એ આપણને જાગ્રત કરે છે, અસ્વસ્થ કરે છે, ધર્મભીરુ કરે છે. આ ચોપડી વાંચ્યાં પછી એશઆરામ અને મોજમજાના દૂધમાં પશ્ચાત્તાપનો ખારો કાંકરો પડે છે. જ્યારે પોતાનું જીવન કાંઈક સુધારીએ ત્યારે જ એ મનોવ્યથા ઓછી થાય. માણસાઈને જ સાવ ગૂંગળાવી મારીએ તો તો સવાલ જ નથી. આ ચોપડીનું વાચન સહે લું નથી; પણ સંસ્કારી અથવા સાત્ત્વિક વૃત્તિવાળા માણસને આખર સુધી રોકી રાખે એવી એ છે. યુરોપીય સમાજને ઉદ્દેશીને લખેલી હોવાથી આમાં ખ્રિસ્તી લોકોના તૌરાત (જૂ ના કરાર) અને ઇન્જિલ(નવા કરાર)માંથી ઉતારા આવે છે; કૅ ન્ટ, હે ગલ, વગેરે પાશ્ચાત્ય મનોરથી અને કલાધરોની મીમાંસા આવે છે; એ બધું સમજવું અઘરું તો ખરું જ, પણ ભાષાંતરકાર યોગ્ય મળવાથી એની ઘણી મુશ્કેલી દૂર થઈ છે. ભાષાંતર જ ેવું કશું લાગે જ નહીં એવી પ્રવાહી શૈલીમાં ભાષાંતર થયું છે એ વાચકોનું ભાગ્ય ખરું . ગુજરાત આજ ે પોતાના સાધુસંતો કરતાં પોતાની દ્રવ્યાર્જનશક્તિ વિશે મગરૂરી ધરાવતું હોય તો ગુજરાતે આ ચોપડી અવશ્ય વાંચવી જોઈએ. કાંઈક તો વિચાર કરવો જ પડે!

દત્તાત્રેય બાલકૃ ષ્ણ કાલેલકર

346

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


आंधळु छतां समृद्ध जीवन

મઝધાર (લે. હે લન કેલર, અનુ. વિઠ્ઠલદાસ કોઠારી)

કુ . હે લન કેલર જન્મથી બહે રી અને આંધળી નહોતી. જન્મ વખતે તે સંપૂર્ણ રીતે તંદુરસ્ત હતી અને સામાન્ય બાળકના જ ેવી હતી. પણ અઢાર માસની ઉંમર પછી કોઈ સખત બીમારીમાંથી તે આંધળી અને બહે રી થઈ ગઈ; અને બહે રી થઈ એટલે મૂંગી પણ થઈ. …[તેમ છતાં ઘણો સંઘર્ષ કરીને] તે બોલતી થઈ અને ભણી. એટલું જ નહીં પણ, રૅ ડક્લિફની સામાન્ય કૉલેજમાં ભણીને ઉચ્ચ શિક્ષણ લીધું અને સને ૧૯૦૪માં ગ્રૅજ્યુએટ થઈ. તેણે પુસ્તકો લખીને અને ઠેર ઠેર ભાષણો આપીને અંધમૂંગા માનવીને પણ યોગ્ય શિક્ષણ આપવાથી તે કેટલી હદ સુધી પહોંચી શકે છે તેનો ચમત્કારિક નમૂનો દુનિયાને બતાવ્યો છે [પુસ્તકમાં ‘લેખિકા વિશે’ના પરિચયમાંથી]

જુદી જુ દી જાતની ત્રણ ચોપડીઓની મારા ઉપર Alone) એ છે. કુ ષ્ઠરોગથી પીડાતી દુનિયાનું દર્શન

ભારે અસર થઈ છે. અને તેથી એ ચોપડીઓ પ્રત્યે મનમાં કેવળ આદરભાવ જ નહીં પણ કૃ તજ્ઞતા વસે છે. મિસિસ સ્ટૉએ લખેલી અંકલ ટૉમ્સ કૅ બિન (ટૉમ કાકાની કુ ટિયા) અમેરિકામાં ચાલતા ગુલામીના વ્યાપારની કરુણકથા છે. હં ુ જાણું છુ ં ત્યાં સુધી ગ્રંથકર્ત્રીએ જિંદગીમાં એક જ નવલકથા લખી છે. પણ આ એક ચોપડી દ્વારા એણે દુનિયાના તમામ સાહિત્યમાં કાયમનું સ્થાન મેળવ્યું છે અને એ ચોપડીનો રસ આટલાં વરસો વીત્યાં છતાં જરાયે ઓછો થયો જ નથી. આ ચોપડીની મારા મન પર આટલી અસર ન થઈ હોત તો અમેરિકન નીગ્રોના આગેવાન બૂકર ટી. વૉશિંગ્ટનની આત્મકથાની બે ચોપડીઓ એને સ્થાને મેં મૂકી હોત. જીવનરસ ઉત્કટપણે જગાડનાર બીજી ચોપડી તે ડૉ. બરજ ેસની હૂ વૉક અલોન (Who Walk મઝધાર અનુ.ૹ વિઠ્ઠલદાસ મગનલાલ  કોઠારી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1952માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું પુનર્મુદ્રણ, વર્ષ 2013 ISBNૹ 978-81-7229-470-0 પેપર બૅક સાઇઝૹ 4.75 "× 7" પાનાંૹ 12 + 300 • ૱ 150

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

કરાવનાર એ ચોપડીએ મારા મન ઉપર એવી પકડ મેળવી કે અનેક લોકોને મેં એ આગ્રહપૂર્વક વાંચવા આપી. તેમાં શ્રી કિશોરલાલભાઈએ એ વાંચતાંવેંત એક પુરુષાર્થી સૂચના કરી કે, ‘આપણે આને ગુજરાતીમાં ઉતારીએ.’ માનવતાનાં ખંડિયેરોએ એ સૂચનાનું ફળ છે. એ ચોપડીને લીધે કુ ષ્ઠરોગના સવાલ પ્રત્યે કર્તવ્યબુદ્ધિ જાગ્રત થઈ. અને તેથી એ ક્ષેત્રમાં કાર્ય કરનારાઓ સાથે અમે આત્મીયતા અનુભવવા લાગ્યા છીએ. આવી જ રીતે એક મહાન પ્રશ્ન પ્રત્યે ચિત્તને ખેંચી લેનાર ચોપડી તે પ્રજ્ઞાચક્ષુ હે લન કેલરની આત્મકથા. એના પણ બે ભાગ છે. બૂકર ટી. વૉશિંગ્ટનની આત્મકથાના બે ભાગમાં પણ દરે કનો રસ જુ દો છે. Up From Slaveryમાં એના જીવનનું ઘડતર છે. જ્યારે My Larger Educationમાં એનો જીવનવિકાસ અને એનું મિશન આવી જાય છે, એવી જ રીતે હે લન કેલરની આત્મકથાત્મક Story of My Life અને Midstreamએ બે ચોપડીનું છે. આમાંની છેલ્લી અને મોટી ચોપડી યરવડા જ ેલમાં હં ુ વાંચતો હતો ત્યારે ગાંધીજીએ કહે લું કે કેલરની જીવનકથા ગુજરાતીમાં ઉતારવી જોઈએ. એ વાત જ ેલ બહાર આવતાં શ્રી મગનભાઈ ને મેં કહી. એમણે એ સૂચના તરત વધાવી લીધી અને અપંગની 347


હે લન કેલરની આત્મકથા વાંચીને આપણે એની

પ્રતિભાથી આશ્ચર્યચકિત થઈ જઈએ એટલું બસ

નથી. આવી ચોપડીઓનો રસ કેવળ કાવ્યરસ નથી હોતો. એમાંથી હૃદયમાં કારુ ણ્ય ઊપજે

એટલુંયે બસ નથી. એમાંથી રાષ્ટ્રવ્યાપી કાર્યનો

આરંભ થવો જોઈએ. . . .આંધળાઓને આંખ તો ન અપાય, પણ લગભગ આંખની ગરજ સારી શકે એવી અંધલિપિ એમને શીખવીએ

અને એ લિપિમાં છાપેલું સાહિત્ય એમને આપી દઈએ

તો

એમને

ઘણે

ભાગે

આંખવાળી

દુનિયામાં આણીને મૂકી શકાય

પ્રતિભા દ્વારા ગુજરાતને એ આત્મકથા એમણે આપી દીધી. હે લન કેલર વિશે અને આંધળાની સૃષ્ટિ વિશે મારે જ ે કહે વું હતું તે એ ચોપડીની પ્રસ્તાવનામાં મેં કહ્યું છે. Midstreamનો અનુવાદ પણ તે જ વખતે થવો જોઈતો હતો અને થઈ પણ શકત. પણ સ્વરાજ્યપ્રાપ્તિની દીક્ષા જ ે લોકોએ લીધી હતી, તેમના કેટલાય સંકલ્પો કોરે રહે તા આવ્યા છે. તેમ જ આ ચોપડી વિશે પણ થયું. એ સ્વરાજ્યસંકલ્પની પૂર્ણતાને કારણે, થોડી નવરાશ મળતાંવેંત અમારા નિષ્ઠાવાન સાથી શ્રી વિઠ્ઠલદાસ કોઠારીએ, Midstreamનો અનુવાદ કરી, એ અપ્રતિમ ચોપડીને મઝધારને નામે ગુજરાતના સાહિત્ય-પ્રવાહમાં વહે તી કરી છે. જ ે ચોપડીના પ્રભાવથી અમે ક્યારના પ્રભાવિત થયા હતા, તે જ ચોપડીને, આપણા લોકો આગળ, એક સાથીને ધરતાં જોઈ મને વિશેષ આનંદ થાય છે. આપણે ત્યાં ગુલામીની પ્રથા ભલે ન હોય (નથી જ એમ કહે વું પણ મુશ્કેલ છે.) પણ ગુલામી કરતાં પણ ખરાબ એવી અસ્પૃશ્યતા હતી. એની સામે આખા રાષ્ટ્રે જ ેહાદ ચલાવી છે. કુ ષ્ઠરોગ સામે 348

સરકાર તરફથી અને ગાંધી સ્મારક નિધિ તરફથી એક જબરદસ્ત પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે અને, બની શકે તો, એ રોગ આપણા દેશમાંથી નેસ્તનાબૂદ કરવાની મહત્ત્વાકાંક્ષા આપણે આપણી આગળ રાખી છે. હે લન કેલરની આત્મકથા વાંચીને આપણે એની પ્રતિભાથી આશ્ચર્યચકિત થઈ જઈએ એટલું બસ નથી. આવી ચોપડીઓનો રસ કેવળ કાવ્યરસ નથી હોતો. એમાંથી હૃદયમાં કારુણ્ય ઊપજ ે એટલુંયે બસ નથી. એમાંથી રાષ્ટ્રવ્યાપી કાર્યનો આરં ભ થવો   જોઈએ. આંધળાઓને આંખ તો ન અપાય, પણ લગભગ આંખની ગરજ સારી શકે એવી અંધલિપિ એમને શીખવીએ અને એ લિપિમાં છાપેલું સાહિત્ય એમને આપી દઈએ તો એમને ઘણે ભાગે આંખવાળી દુનિયામાં આણીને મૂકી શકાય. પણ આંધળા લોકો જો હે લન કેલરની પેઠ ે બહે રા પણ હોય તો એમની હાડમારીનો પાર નથી હોતો. અને જો બહે રા લોકોની એ અપંગતા નાનપણમાં જ શરૂ થઈ હોય તો ધ્વનિ સાંભળવાની તક ન મળવાને કારણે તેઓ મૂંગા પણ થાય છે. પોતે બોલેલા ધ્વનિ પોતાને કાને સાંભળવાને ન મળે તો તે કારણે પણ કેટલાક લોકો ગળામાંથી અમુક ધ્વનિ કાઢવા માટે કેટલા જોરથી બોલવું જોઈએ એ પડતાળી શકતા નથી. અને તે કારણે પણ વાણીની શક્તિ હોવા છતાં તે કુંઠિત થઈ જાય છે. માટે આંધળા, બહે રા અને મૂંગાં ત્રણેના જીવનનો ઘણી વાર એકસામટો વિચાર કરવો પડે છે. આંધળાઓ માટે જાતજાતની લિપિઓ યોજવામાં આવી. પણ તેમાં ફ્રાન્સના વતની લુઇ બ્રેલની લિપિ સૌથી સરસ નીવડી છે. એ લુઇ બ્રેલ ગુજરી ગયાને સો વરસ થયાં[૧૮૦૯ • ૧૮૫૨]. જાડા કાગળ ને સોય જ ેવાં એક ઉપકરણથી કાણું પાડી એ કાણું પાછળની બાજુ એ ઊપસી આવે તેને આંગળીના સ્પર્શ વડે ઓળખી લેવું, એ આ લિપિનો મુખ્ય સિદ્ધાંત છે. [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


અનુભવ્યું છે તેમ જ આંધળા, બહે રા અને તેથી મૂંગાં એવા લોકોને ખાસ કેળવણી આપી કેટલે સુધી ચઢાવી શકાય એનો દાખલો આપણને હે લન કેલરની આત્મકથામાંથી આબાદ મળે છે. હે લનનું લખાણ વાંચતાં આપણે ભૂલી જ જઈએ છીએ કે રં ગ, રૂપ અને પ્રકાશની દુનિયા એને માટે છે જ નહીં. એની કેળવણીમાં કશી જ ઊણપ રહી નથી. સામાજિક વિવેકથી માંડીને ફિલસૂફીના ગહે રા સિદ્ધાંતો સુધી અને માણસસ્વભાવની ખૂબીઓથી માંડીને આર્થિક અને સામાજિક ન્યાયના આદર્શ સુધી એ સત્તાવાર અને પ્રાગતિક અભિપ્રાયો વ્યક્ત કરી શકે છે, અને ખાસ ખૂબી એ છે કે, કેવળ વિદ્યાની કષ્ટપ્રાપ્ત સંસ્કારિતાથી સંતુષ્ટ ન રહે તાં એણે આંધળાની દુનિયાની સેવા કરવાનું વ્રત લીધું છે અને તે બહુ જ સફળતાથી ચલાવ્યું છે. દુનિયાના મોટામાં મોટા લોકો સાથે સંપર્ક મેળવવાનું ભાગ્ય એને લાધ્યું છે. અને એણે બતાવ્યું છે કે, એમની હારમાં બેસવાની પૂરેપૂરી યોગ્યતા એનામાં છે. હં ુ આશા રાખું છુ ં કે, અપંગની પ્રતિભા અને મઝધારએ બે ચોપડીઓ વાંચીને સ્વતંત્ર ભારતની જવાબદારી સમજનારા ગુજરાતીઓ આંધળાની દુનિયાની સેવા કરવાને પ્રેરાશે, કે જ ેથી આપણે ત્યાં પણ હે લન કેલર જ ેવી ‘નેત્ર વિનાની નેત્રીઓ’ તૈયાર થશે અને નેત્રવાળી દુનિયાને એની જવાબદારીનું ભાન કરાવશે. શ્રી મગનભાઈ દેસાઈ અને શ્રી વિઠ્ઠલદાસ કોઠારી બંને જણા ખાસ ધન્યવાદને પાત્ર છે. કેમ કે એમણે આંધળાની દુનિયાની સર્વોચ્ચ પ્રતિનિધિને ગુજરાતી સમાજ આગળ જીવતી ખડી કરી છે.

એક એક અક્ષર માટે ત્રણ ત્રણની બે હારવાળાં એકંદર છ સ્થાનો હોય છે. એ છ સ્થાનમાંથી કયાં કયાં ઊપસેલાં છે એ આંગળાં વડે ‘જોઈ’ આંધળાઓ ગમે તેટલું સાહિત્ય વાંચી શકે છે. આપણી ઝડપે નહીં પણ લગભગ આપણી ગતિથી તેઓ વાંચી શકે છે. આવી ચોપડીઓ છાપેલી અર્થાત્ યંત્ર દ્વારા ઊપસેલી, ખાસ બનાવવી પડે છે. એને માટે છાપખાનું અથવા ઠસાખાનું ખાસ વસાવવું પડે છે. આપણે ત્યાં દેહરાદૂનમાં એવું ઠસાખાનું સરકારે વસાવ્યું છે. અમદાવાદ, દાદર, દેહરાદૂન, કલકત્તા (કોલકાતા) વગેરે અનેક સ્થળોએ આંધળા, બહે રા અને મૂંગાંઓ માટે નિશાળો પણ ચાલે છે. હિન્દુસ્તાન સરકારે બ્રેલની પદ્ધતિને જ અનુસરીને દેશી ભાષાઓ માટે એક ભારતી બ્રેલ તૈયાર કરી છે. ભારતી બ્રેલ સર્વાંગપૂર્ણ અથવા શાસ્ત્રશુદ્ધ છે એમ નહીં કહી શકાય. આપણી વર્ણમાળાની શાસ્ત્રીય પદ્ધતિને અનુસરીને વધારે સારી ભારતીય અંધલિપિ સહે જ ે તૈયાર થઈ શકે. પણ આજનો જમાનો આંતરરાષ્ટ્રીય પ્રવાહમાં એટલે કે યુરોપ અમેરિકાના શ્વેતરાષ્ટ્રીય પ્રવાહમાં તણાવાનો છે. માટે શાસ્ત્રશુદ્ધ લિપિ સહે જ ે તૈયાર થતી હોય તોપણ બ્રેલની લિપિને જ અનુકૂળ થવું પડે છે. આપણી વર્ણમાળાની શાસ્ત્રીયતા ઉત્તમ રીતે જાણનારા લોકો પણ એનો પુરસ્કાર કરવા તૈયાર નથી એ આજના જમાનાની બલિહારી છે! આપણો દેશ તો સ્વતંત્ર થયો પણ આપણાં હૃદયો હજી સ્વતંત્ર થવાનાં બાકી છે. આંધળા લોકોના જીવનવિકાસમાં અને એમની જ્ઞાનસાધનામાં લિપિ એક અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી જ લિપિ વિશે અહીં આટલો ઉલ્લેખ કર્યો છે. વિજ્ઞાનની શોધખોળ કરી માણસ કેટલું સામર્થ્ય મેળવી શકે છે એ જ ેમ આજના જમાનામાં આપણે

काका कालेलकर

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

349


‘મંગળપ્રભાત’

મંગળપ્રભાત (લે. ગાંધીજી)

તા. ૨૨–૭–’૩૦ને દિવસે યરવડા જ ેલમાંથી આશ્રમ ઉપર લખેલા પત્રમાં પૂજ્ય ગાંધીજીએ લખ્યું ૹ “… ના કાગળમાં સૂચન છે કે મારે દર અઠવાડિયે કંઈક પ્રવચન પ્રાર્થના સમયે વાંચવા સારુ મોકલી દેવું. વિચાર કરતાં મને આ માગણી યોગ્ય લાગી છે. પ્રાર્થના સમયે કંઈક વધારે ચેતન રે ડવામાં આ મારો ફાળો ગણજો.” અને એ જ પત્ર સાથે સત્યવ્રતનું વ્યાખ્યાન મોકલી આપ્યું. તે પછી દર અઠવાડિયે એક પછી એક બીજાં વ્રતનાં વ્યાખ્યાન મોકલતા ગયા, તેમનો આ સંગ્રહ છે. [‘પહે લી આવૃત્તિનું નિવેદન’માંથી]

યરવડા જ ેલનું ગાંધીજીએ ‘યરવડા મંદિર’ નામ એક વસ્તુ રહી ગઈ હતી. બહાર આવ્યા પછી એમણે

પાડ્યું. ત્યાં એમને બહારનાં કેટલાંક છાપાં તો વાંચવા મળતાં, અને આશ્રમમાંથી સંખ્યાબંધ કાગળો પણ આવતા, છતાં એ નિવૃત્તિનો સમય એમણે સૂત્રયજ્ઞમાં, રેંટિયાની ભક્તિમાં અને ગીતાના મનનમાં જ ગાળ્યો છે એમ કહીએ તો ચાલે. એ અરસામાં સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રે ડવાની આવશ્યકતા છે એવી માગણી એકબે ભાઈઓ તરફથી થવાથી એમણે આશ્રમવાસીઓ પર સાપ્તાહિક પત્રો લખવાનું શરૂ કર્યું. કાંઈ પણ કાર્ય શરૂ કર્યું તો તે નિયમિત થવું જ જોઈએ એવો ગાંધીજીનો આગ્રહ હોવાથી, દર મંગળવારે સવારની પ્રાર્થના પછી એક પ્રવચન1 લખી મોકલવાનો એમણે સંકલ્પ કર્યો. એ સંકલ્પનું પ્રથમ ફળ તે આશ્રમમાં વ્રતો પરનું તેમનું ભાષ્ય છે. એ ‘વ્રતવિચાર’ને નામે પ્રસિદ્ધ થયું. આદર્શ કેદી તરીકે સરકારને બધી રીતે નિર્ભય કરી મૂકનાર ગાંધીજીએ જ ેલમાંથી સ્વદેશી પર કશું ન લખવાનો નિર્ણય કર્યો. એટલે ‘વ્રતવિચાર’માં એ મંગળપ્રભાત લે.ૹ ગાંધીજી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1930માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું તેત્રીસમું, પુનર્મુદ્રણ, વર્ષ 2014 ISBNૹ 978-81-7229-063-4 પેપર બૅક સાઇઝૹ 4.75 "× 7" પાનાંૹ 48 • ૱ 10

350

સ્વદેશીવ્રત પર1એક લેખ લખી આપ્યો, જ ે ‘નવજીવન’માં પ્રસિદ્ધ થયો છે. આ આવૃત્તિમાં એ લેખ ઉમેરી આશ્રમવ્રતોની વિચારણા સંપૂર્ણ કરી છે. ઉપર કહ્યું છે તેમ આ પ્રવચનો મંગળપ્રભાતે લખાતાં હતાં એટલે આ પ્રવચનસંગ્રહનું નામ મંગળપ્રભાત જ રાખ્યું છે. આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફે લાયું હતું તે સમયે જ ે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂર્તિ અને ધાર્મિકતાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યું એમ આપણે માનીએ તો તેમાં જરા સરખી પણ અતિશયોક્તિ છે ખરી? દત્તાત્રેય બાલકૃ ષ્ણ કાલેલકર 1. દાંડીકૂ ચ પાર પાડ્યાના મહિના પછી, છેક મધરાતે ગાંધીજીની કરાડી ગામેથી ધરપકડ કરવામાં આવી અને તે પછી તેમને આ જ ેલમાં રાખવામાં આવ્યા હતા. ૨૬ જાન્યુઆરી, ૧૯૩૧ના રોજ તેમને છોડવામાં આવ્યા. આ ગાળામાં ગાંધીજીના સોબતી તરીકે કાકાસાહે બને સાબરમતીજ ેલમાં મૂકવામાં આવ્યા હતા. ગાંધીજીએ કાકાસાહે બ પાસેથી મરાઠી ભાષા શીખવાનું યરવડા જ ેલમાં જ શરૂ કર્યું. સં. [ગાંધીજીની દિનવારી (ચંદુલાલ ભગુભાઈ દલાલ)ના આધારે ] 

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


आदर्श ग्रामसेवक

મારી જીવનકથા (લે. જુ ગતરામ દવે)

મારે હાથે મારી જીવનકથા લખવી એ મારી પ્રકૃ તિની વિરુદ્ધ છે. છતાં પૂજ્ય જનોના અને મિત્રોના પ્રેમને વશ થઈને મેં લખી છે. પણ વાંચનાર જોશે કે મેં જ ે કંઈ લખ્યું છે તે મારી પોતાની જીવનકથા નથી, પણ વેડછી આશ્રમની અથવા વેડછીના વટવૃક્ષની કથા છે. અર્થાત્ વેડછી આશ્રમ એ કંઈ કોઈ એક માણસની સૃષ્ટિ હોઈ શકે નહીં, અને વેડછીનું વટવૃક્ષ એ પણ માત્ર એકાદ ડાળખીનું બની શકે નહીં. અનેક નાનામોટા સાથીઓએ પોતાના પ્રાણ રે ડીને અને પોતાનો જીવનરસ પાઈપાઈને આ આશ્રમને આશ્રમનું રૂપ આપ્યું છે, અને અનેક ડાળીઓ અને ડાળાંઓ ભેગાં થયાં છે ત્યારે વટવૃક્ષનો વિસ્તાર થવા પામ્યો છે. છતાં આ મારી જીવનકથા હોવાથી મેં તે લખવામાં એટલો સંયમ રાખ્યો છે કે સાથીઓનું ખાસ અર્પણ આમાં મેં મારા તરીકે બતાવ્યું નથી. એમાંના દરે કેદરે ક સાથી ધારે તો વેડછીની ઘણી વધારે રસિક અને ઘણી વધારે વિસ્તૃત કથાઓ લખી શકે તેમ છે, ઘણા ઘણા અવનવા રં ગો અને અવનવી ભાતોથી ભરે લાં તેનાં ચિત્રો દોરી શકે તેમ છે. [લેખકની પ્રસ્તાવનામાંથી]

સન્નિધિ, રાજઘાટ, નવી દિલ્હી–૧, લોકમાન્ય પુણ્યતિથિ, ૧ ઑગસ્ટ, ૧૯૭૪

સ્વામી આનંદ નાનપણમાં પીંપળવાડી, મુંબઈમાં

રહે તા હતા ત્યારે જુ ગતરામ નામના એક કાઠિયાવાડી યુવક એમની પડોશમાં રહે તા હતા. ‘વીસમી સદી’ નામના એક ગુજરાતી માસિકના કાર્યાલયમાં કામ કરતા હશે. એમની ઉંમર નાની હતી એટલા માટે એમને યુવક કહે વાય, જોકે તબિયત ઊતરી ગયેલી, છાતી બેસી ગયેલી, આંખો તો જાણે કપાળ તળે કોરી કાઢેલા બે ઊંડા ગોખલા જ! અને માથા મારી જીવનકથા લેૹ જુ ગતરામ દવે પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1975માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું બીજુ ં પુનર્મુદ્રણ, વર્ષ 2012 ISBNૹ 978-81-7229-225-6 પેપર બૅક સાઇઝૹ 5.5 "× 8.5" પાનાંૹ 16 + 310 • ૱ 70

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

ઉપર ઘણા વાળનો મોટો ભારો — અને વાળ પણ કેવા — જાણે એકાદ જંગલી ભૂંડને લૂંટીને આણેલા ન હોય! એક તો કાઠિયાવાડી એટલે નાકમાંથી બોલવાની ટેવ, અને તેમાં નબળી તબિયત. જાણે ખૂબ કષ્ટપૂર્વક બોલે છે એમ જ લાગે. સ્વામીની સાથે એમનો પરિચય થયો. સ્વામીએ એમને કહ્યું, “તમને મુંબઈની હવા સદતી નથી. તમે અહીં શા માટે રહો છો? વડોદરામાં અમારા ‘કાકા’ છે, એમની પાસે જાઓ. કાંઈક ને કાંઈક નોકરી મળી જ રહે શે.” ત્યાંના એક છાપખાનાવાળા સાથે મારી નવી જ ઓળખાણ થઈ હતી, ત્યાં જુ ગતરામભાઈને નોકરી મળી ગઈ. તેઓ અમારે ઘેર જ રહે તા અને જુ દા જુ દા વિષયો પર અમારી ચર્ચા ચાલ્યા કરતી. આગળ જતાં જુ ગતરામભાઈએ એ નોકરી છોડી અને અમારા સયાજીપુરામાં ગ્રામસેવાનું કામ કરવા લાગ્યા. થોડા દિવસ એમણે શિક્ષક તરીકે પણ કામ કરે લું. અહીં ડૉ. જયંત પટેલના એક ગ્રંથમાંથી નીચેની માહિતી ઉપયોગી થશેૹ 351


રચનાત્મક કાર્યક્રમ, રાષ્ટ્રીય ગ્રામશિ�ણ, વર્ધા

શિ�ણપદ્ધતિ અને પછાત લોકોનું સંગઠન—આ બધાં મહત્ત્વનાં �ેત્રોનાં તેઓ એક કસાયેલા અનુભવી આચાર્ય થયા છે. આ બધું તેઓ ક્યાંય શીખવા ગયા ન હતા. ‘કામ કામને શીખવે છે.’ આ એક સિદ્ધાંત પર તેમણે પોતાના કર્તવ્યગાર જીવનની ઇમારત ઊભી કરી છે.

. . .એમને જો કોઈ પૂછે કે ‘તમને બ્રહ્મચર્ય કેવી

રીતે સિદ્ધ થયું>’ તો તેઓ કહે શે, ‘મને એટલું બધું કામ રહે છે કે એમાં

काम–વિકાર

ક્યાંય છિદ્ર જ રહે તું નથી

માટે

હિમાલયની યાત્રાનો સંકલ્પ હૃદયમાં ભરીને સંન્યાસી બની જવા ઘેરથી નીકળી પડેલા કાકાસાહે બના જીવનમાં શાન્તિનિકેતનના નિવાસ પછી પરિવર્તન આવે છે અને તેઓ સ્વામી આનંદની દરમિયાનગીરીને કારણે પોતાનાં સ્ત્રી-સંતાનોને પોતાની સાથે લઈ આવી, ૧૯૧૬માં વડોદરા નજીકના સયાજીપુરા નામના ગામડામાં ગ્રામસેવાના સંકલ્પ સાથે એક સહકારી ડેરી ચલાવવાના પ્રયત્નમાં જોડાય છે અને ‘આત્મોદ્ધાર’ નામના એક મરાઠી સામયિકમાં ત્રણ વર્ષ સુધી સેવા આપે છે. ગામડાના ડેરી ચલાવવાના પ્રયત્નમાં, ગામઠી ભાષાનું જ્ઞાન નહીં તેથી અને ગામડાનું પોતાની દૃષ્ટિ પ્રમાણેનું પરિવર્તન થઈ શકે તેવી કેળવણી આપવાની પોતાની બિનઆવડતને લીધે પણ તેઓ સફળ થયા નહીં. એટલે સયાજીપુરા છોડીને તેઓ વડોદરા આવ્યા અને ત્યાંની સેન્ટ્રલ લાઇબ્રેરીનો સારો એવો ઉપયોગ કર્યો. એ જ અરસામાં સ્વામી આનંદે જુ ગતરામભાઈને મુંબઈથી કાકાસાહે બ પાસે વડોદરે મોકલી આપ્યા. ગામડાની જ ે પ્રવૃત્તિ કાકાસાહે બને 352

છોડવી પડી તેમાં જુ ગતરામે સારો રસ બતાવ્યો અને સફળતા પણ પ્રાપ્ત કરી. ગામડાના લોકોને ગમે અને તેમની હોંસ વધે તેવી હનુમાનપૂજા, તુલસીરામાયણનું પારાયણ વગેરે તેમણે શરૂ કર્યું અને ગામડુ ં જુ ગતરામભાઈ તરફ ખેંચાવા લાગ્યું. પણ સ્વામી આનંદ અને કાકાસાહે બ પ્રત્યેની નિષ્ઠાવાળા જુ ગતરામ કાકાસાહે બની પાછળ પાછળ ગાંધીજીના આશ્રમની શાળામાં શિક્ષકની હે સિયતથી જોડાયા. આ બધું જાણે ઈશ્વરની યોજના પ્રમાણે જ થતું આવતું હતું. કેમ કે વડોદરામાં એમણે જ ે જ ે કામો અલ્પ પ્રમાણમાં કર્યાં હતાં તે જ કામો એમણે ગાંધી આશ્રમમાં આવ્યા પછી ગુજરાત માટે વ્યાપક પાયા પર ચાલુ કર્યા. એમણે આશ્રમની શાળાના અને વિદ્યાપીઠના અધ્યાપન મંદિરમાં શિક્ષકનું કામ કર્યું. નવજીવનમાં મૅનેજરનું કામ કર્યું અને અંતે એ બધું છોડી આજ ે પચાસેક વર્ષથી ગુજરાતમાં ગ્રામસેવાનું એક સર્વોત્કૃષ્ટ કેન્દ્ર વેડછીમાં ચલાવે છે. જુ ગતરામભાઈને કૌટુબિ ં ક વ્યાપ જ ેવું કશું છે જ નહીં. એમનાં બા એક વાર હિમાલયની યાત્રા કરવા ગયેલાં ત્યાં જ દેવલોક પામ્યાં. એમની ઉત્તરક્રિયા પણ જુ ગતરામભાઈને કરવી ન પડી. લગ્નનો વિચાર એમણે કદી કર્યો જ નહીં. રાનીપરજના યુવાનો વચ્ચે, એમના જ ેવું અન્ન ખાઈ, એમના જ ેવો જ પરિશ્રમ કરીને તેઓ પોતાની સંસ્થા ચલાવે છે. ઈશ્વરકૃ પાથી જ ે લોકો મારા સહવાસમાં આવ્યા તે બધામાં એક સામાન્ય ગુણ હં ુ જોઈ શક્યો છુ ,ં તે છે એમનો ‘પ્રચંડ આત્મવિશ્વાસ’. દુનિયામાં પોતા કરતાં વધારે કર્તવ્યગાર માણસ કોઈ હોઈ શકે એવું એમને લાગે નહીં. ‘જ ે કામ હાથમાં લઈએ તે ઉત્તમ રીતે પાર પડશે જ’ એ વિશે એમને શંકા નથી હોતી. જુ ગતરામભાઈનું પણ તેવું જ છે. અંગ્રેજીમાં [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


વિલિયમ જ ેમ્સ જ ેને હે લ્ધી માઇન્ડેડનેસ — સ્વસ્થ માનસતા — કહે છે તેનું જુ ગતરામભાઈ મૂર્તિમંત ઉદાહરણ છે. ગુજરાતી સાહિત્યમાં પણ એમના આ આત્મવિશ્વાસે સારો ફાળો આપ્યો છે. ગામડાંના લોકો માટે કેમ લખવું એની એમને સારી કલ્પના છે. એમનું ‘કૌશિકાખ્યાન’, મરાઠીમાંથી લીધેલા ઓવી છંદમાં રચેલું, લોકકાવ્યનું એક પ્રકરણ છે. ‘આંધળાનું ગાડુ’ં એ રૂપકકથાના આકારનું નાટક છે. મેં લખેલ ‘બે કેરી’ નાટકમાંની કવિતાઓ તો જુ ગતરામભાઈએ જ તૈયાર કરી આપી. એમણે નાનાં બાળકો માટે પાઠ્યપુસ્તકો લખ્યાં છે. ગાંધીજીના રાજકીય ગુરુનું ચરિત્ર ગુજરાતીમાં હોવું જ જોઈએ, એટલા માટે પ્રત્યક્ષ પ્રવાસ કરીને, ઠેકઠેકાણે જઈ, માહિતી મેળવી, એમણે ગોખલેનું ચરિત્ર લખ્યું છે. એમના એક નિબંધ વિશે મેં તા. ૨૯-૧૨-’૨૯ની ડાયરીમાં નીચે પ્રમાણે લખેલુંૹ જુ ગતરામભાઈનો નિબંધ લેખનકળાની દૃષ્ટિએ પ્રમાણશુદ્ધ અને સુંદર છે. જુ ગતરામમાં તત્ત્વનું આકલન સુંદર છે. બોરડીમાં મેં એમને કહે લું કે ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણના ખરા આચાર્ય એ છે. ગાંધીજીનો સંદેશો અને મારા અનુભવનો સાર બરાબર ઝીલ્યો હોય તો તે તેમણે જ ઝીલ્યો છે, એટલે મારી વિદ્યાપીઠ તો વેડછીમાં જ છે. હં ુ ભાંગી ગયેલો માણસ એટલે શહે રને આરે પડ્યો છુ .ં મારો આત્મા જુ ગતરામને સાથ આપે છે. (આ લખ્યાને ત્રણ વર્ષ થયાં હશે.) રચનાત્મક કાર્યક્રમ, રાષ્ટ્રીય ગ્રામશિક્ષણ, વર્ધા શિક્ષણપદ્ધતિ અને પછાત લોકોનું સંગઠન—આ બધાં મહત્ત્વનાં ક્ષેત્રોનાં તેઓ એક કસાયેલા અનુભવી આચાર્ય થયા છે. આ બધું તેઓ ક્યાંય શીખવા ગયા ન હતા. ‘કામ કામને શીખવે છે.’ આ એક સિદ્ધાંત પર તેમણે પોતાના કર્તવ્યગાર જીવનની ઇમારત ઊભી કરી છે. नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

જૂ ની ઢબના સાધકો બ્રહ્મચર્યની દી�ા લે એટલે સ્ત્રીજાતિની

ઉપે�ા

કરવાના.

જુ ગતરામભાઈએ સ્ત્રીજાતિની રાજનૈતિક અને આધ્યાત્મિક સમાનતા સ્વીકારી છે. એટલું જ નહી,ં પણ એમને આગળ આવવાની દરેક તક

મેળવી આપી, અને સ્ત્રીસ્વભાવમાં જે સંયમ છે, સેવાભાવ છે અને માનવતાના ઉત્કર્ષની ભાવના

છે એની કદર કરી એમણે સ્ત્રીજાતિમાં નવો

આત્મવિશ્વાસ ઉત્પન્ન કર્યો છે. . . .અને આટલું કર્યાં છતાં જુ ગતરામભાઈમાં જે સામાજિક નમ્રતા

છે તેવી તો અમ ગાંધીવાળાઓમાં કેટલા લોકોમાં ધ્યાન ખેંચે એવી હશે

એમને જો કોઈ પૂછ ે કે ‘તમને બ્રહ્મચર્ય કેવી રીતે સિદ્ધ થયું?’ તો તેઓ કહે શે, ‘મને એટલું બધું કામ રહે છે કે એમાં काम–વિકાર માટે ક્યાંય છિદ્ર જ રહે તું નથી. મારાં કામો આગળ ‘काम–વિકાર’ પરાસ્ત થાય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો ‘कामનું ઓસડ અખંડ કામ જ છે.’ જુ ગતરામભાઈએ સારા નિષ્ઠાવાન અને કર્તવ્યપરાયણ સાથીઓનું એક મંડળ પોતાની આસપાસ તૈયાર કર્યું છે. એમના કાર્યની સુગંધ ગુજરાત આખામાં ફે લાયેલી છે. પૂજ્ય બાપુજીના પ્રસંગમાં આવવાથી અને એમના સિદ્ધાંત અને કાર્યક્રમ માન્ય થવાથી જ ે લોકો એમની અસર તળે આવ્યા એવા લોકોને આજકાલ લોકો ‘ગાંધીવાળા’ કહે છે. આવા ગાંધીવાળા લોકોમાં પણ શ્રી જુ ગતરામભાઈને હં ુ બહં ુ ઊંચું સ્થાન આપું છુ .ં ગાંધીજીના વિચારો પૂરા હૃદયથી સમજી અને અપનાવી તેમણે ગામડામાં જઈ રહે વાનું પસંદ કર્યું. આજ ે ભારતની અને દુનિયાની મોટામાં મોટી નબળાઈ એ છે કે કાર્યકર્તાઓ વિશેષ ધ્યાન શહે ર ઉપર જ આપે છે. એમનામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન 353


કરવો એ કામ ગાંધીવાળાઓમાં પણ કેટલા લોકો કરી રહ્યા છે? જૂ ની ઢબના સાધકો બ્રહ્મચર્યની દીક્ષા લે એટલે સ્ત્રીજાતિની ઉપેક્ષા જ કરવાના. જુ ગતરામભાઈએ સ્ત્રીજાતિની રાજનૈતિક અને આધ્યાત્મિક સમાનતા સ્વીકારી છે. એટલું જ નહીં, પણ એમને આગળ આવવાની દરે ક તક મેળવી આપી, અને સ્ત્રીસ્વભાવમાં જ ે સંયમ છે, સેવાભાવ છે અને માનવતાના ઉત્કર્ષની ભાવના છે એની કદર કરી એમણે સ્ત્રીજાતિમાં નવો આત્મવિશ્વાસ ઉત્પન્ન કર્યો છે. અને આટલું કર્યાં છતાં જુ ગતરામભાઈમાં જ ે સામાજિક નમ્રતા છે તેવી તો અમ ગાંધીવાળાઓમાં કેટલા લોકોમાં ધ્યાન ખેંચે એવી હશે? જુ ગતરામભાઈએ પોતાની સેવા મોટે ભાગે ગુજરાતને જ આપી છે. એમને વિશેની માહિતી

ગુજરાત બહારના લોકોને વિશેષ નથી. ગામડાની સેવા કરવા માટે એકાગ્ર થયા પછી, જુ ગતરામભાઈ ગુજરાત બહાર ગયા નથી. શહે રોમાં જઈ રહે વાનું પણ ટાળે છે. એ હં ુ એમની ખાસ મોટાઈ ગણું છુ .ં જુ ગતરામભાઈનું ચરિત્ર આખા દેશ માટે હિં દીમાં પ્રગટ થવું જ જોઈએ. પોતાનું બધું કામ ગામડાંની પ્રજા વચ્ચે જ એમણે ચલાવ્યું અને તેથી જ પોતાના વિચારો એ પ્રજાની સગવડ ખાતર ગુજરાતી મારફતે જ વ્યક્ત કર્યા, એ ખરું . પણ તે જ કારણે એમનાં લખાણોમાં ગામડાંની પ્રજાને જ ે અત્યંત ઉપયોગી સૂચનાઅો અને બોધ મળે છે તેનો લાભ અખિલ ભારતીય લેખકોના લખાણમાં સહે જ ે મળે તેમ નથી. એ બધું પણ હવે હિં દીમાં આવવું જોઈએ. काका कालेलकर

અમ કાકાવાળાઓ એક ભાઈ અંબાલાલ પૂજ્ય કાકાસાહે બ કાલેલકરની સ્થૂળ સેવામાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા અને એસેવાને દાવે કાકાના મધપૂડા આસપાસ ગણગણતામારા જ ેવા નર મધમાખોને એવી દયાની આંખે જોવા લાગ્યા કે અંતે મારે તેને ‘કાકાવાળા’નું નામ આપવું પડ્યું. પછી તો કાકાની પેઢીના વારસ તરીકે પોરસ કરનાર દરે કને એ બિરુદ વળગવા લાગ્યું. અંબાલાલના જ ેવા સેવાભાવી સહુ વિદ્યાર્થીઓ અને તેઓની અદેખાઈના કારણે ઠેકડી કરનારા બધા છાત્રો પણ ‘કાકાવાળાઓ’ને નામે ઓળખાવા લાગ્યા. પોતાના અંતેવાસમાં આવવા માટે સામે પક્ષે પડાપડી કરાવવાનું આકર્ષણ કાકાસાહે બમાં છે. જૂ નાં ગુરુકુ ળના ગુરુઓની યાદ આપવા માટે કાકાની આ એક જ શક્તિ પૂરતી છે. મહાનુભાવની નજીકમાં બેસવાની ઝંખનાને ‘ઉપનિષદ’ જ ેવા પ્રભાવશાલી શબ્દે પણ જકડી છે. કોઈ મોટા માણસના સાન્નિધ્યમાં આવવાથી પોતાના જીવન ઉપર આપોઆપ કોઈ જાદુઈ અસર થાય છે તેવી માન્યતા હિન્દુત્વની એક ખાસિયત છે. પણ આ માન્યતા માટે જ ેમ સાધકો જોઈએ, તેમ સાધુ પણ જોઈએ. અમ કાકાવાળાઓને મન કાકાસાહે બ આવા એક સાધુ છે. કૃ ષ્ણલાલ શ્રીધરાણી

354

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


‘अवधूत’ मामासाहेब

મારી જીવનકથા (લે. મામાસાહે બ ફડકે)

પુરોવચન લખનાર મારા ચિરમિત્ર કાકાસાહે બના અત્યંત આગ્રહને કારણે જ આ ‘આત્મકથા’ લખવા હું પ્રેરાયો છુ .ં સ્વાભાવિક રીતે આવી આત્મકથા લખાઈ ન હોત, કારણ કે આવી આત્મકથા લખવામાં ‘આત્મશ્લાઘા’ રહે લી છે, સાહજિક રીતે તેમાં પોતાના ગુણોનું વર્ણન કરવામાં આવે છે. જ ેને હું મારા પોતાના સ્વભાવથી વિરુદ્ધ ગણું છુ .ં વળી હું નથી લેખક કે નથી સાહિત્યકાર કે જ ેથી પુસ્તકને યોગ્ય ન્યાય આપી શકું. છતાં કેવળ શ્રદ્ધાના બળ ઉપર જ લખવાનું શરૂ કર્યું, અને અત્યંત સરળ ભાવે કશીયે ટાપટીપ વિના હકીકતોનું માત્ર નિરૂપણ જ કર્યું. છેક ૧૮૯૪થી હું સામાજિક ક્રાંતિના ઝંઝાવાતમાં પડ્યો. દિલમાં દેશસેવા કરવાની તીવ્ર ઝંખના હતી અને એવું જ નિગ્રહબળ હતું. તેમાં ટિળક-ગાંધીનું બળ મળ્યું. એટલે મારી ઊગતી જુવાનીમાં જ ે રસ્તે દેશસેવા થઈ શકે, તે રસ્તે જવા ઘેરથી માતાપિતાની રજા લઈને નીકળી ગયો. … [લેખકની પ્રસ્તાવનામાંથી]

મુંબઈ ૩-૬-’૭૧

હરિજન સેવા દ્વારા અસ્પૃશ્યતાનિવારણ કરવાનું

મહાત્માજીનું રચનાત્મક કાર્ય અપનાવી એની પાછળ આખી જિંદગી જ ેમણે નિચોવી અને એ પ્રવૃત્તિમાં સર્વશ્રેષ્ઠ સ્થાન જ ેમણે મેળવ્યું તે આદર્શ બ્રાહ્મણ મામાસાહે બ ફડકેની આ આત્મકથા છે. હિં દુ ધર્મની અને સ્વરાજ્યની ઉત્કટ સેવા કરી ગુજરાતમાં જ નહીં, પણ આખા ભારતમાં જ ેમણે પૂજ્ય સ્થાન મેળવ્યું છે, એવા લોકોમાં મામાસાહે બનું સ્થાન ઘણું ઊંચું છે. ‘નિષ્કામ સેવારૂપી હિં દુ આદર્શના નમૂનાઓ’ આજના સમાજ આગળ મૂકવા હોય તો સૌથી પહે લાં મામાસાહે બનું જ નામ લોકોના ધ્યાનમાં આવે. અત્યંત સરળ ભાવે, કશા અલંકાર વગરની સાદી ગુજરાતીમાં લખેલી એમની આ આત્મકથા મારી જીવનકથા લેૹ મામાસાહે બ ફડકે પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1974માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું પુનર્મુદ્રણ, વર્ષ 2009 ISBNૹ 81-7229-396-8 પેપર બૅક સાઇઝૹ 4.75 "× 7" પાનાંૹ 16 + 214 • ૱ 60

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

સાત્ત્વિક શૈલીની પરાકાષ્ઠા તરીકે ગુજરાતી સમાજમાં વંચાશે. આવી આત્મકથા માટે પુરોવચનની જરૂર જ હોય, તો હં ુ માનું છુ ં કે એ કામ માટે સૌથી યોગ્ય અધિકાર મારો જ છે. આ અહં કારનાં વચનો નથી, પણ પરિસ્થિતિનું કેવળ વર્ણન છે. મામા ફડકે મારા કરતાં ફક્ત બે જ વર્ષે નાના. મારો જન્મ મહારાષ્ટ્રની રાજધાની સતારામાં થયો. અને મામાસાહે બનો જન્મ રત્નાગિરી પાસેના એક ગામડામાં થયો. અમારા નાનપણમાં ઘણા મહારાષ્ટ્રીઓ રત્નાગિરીને અમારા જમાનાની મહારાષ્ટ્રની રાજધાની અથવા પ્રજાધાની ગણતા. લોકમાન્ય ટિળકનો જન્મ રત્નાગિરીનો. અને હં ુ નથી માનતો કે અમારા જમાના માટે રત્નાગિરીએ દેશને જ ેટલા નેતાઓ પૂરા પાડ્યા તેટલા બીજા કોઈ એક શહે રે આપ્યા હોય. સ્વરાજ્યપ્રાપ્તિનું શ્રેય અગર કોઈ એક સંસ્થાને આપવું હોય તો તે અખિલ ભારતીય રાષ્ટ્રીય કાૅંગ્રેસને જ છે. એ કાૅંગ્રેસનો જન્મ પણ અમારી સાથે જ (૧૮૮૫) થયેલો. એના જન્મદાતાઓમાં ન્યાયમૂર્તિ રાનડે અને દાદાભાઈ નવરોજી એ બંને મહારાષ્ટ્રના; એટલે કે પશ્ચિમ ભારતના. ૧૮૫૭ સાલના 355


એક વખતે વડોદરામાં જ મેં મામાસાહે બને કહ્યું ઃ પશ્ચિમના કેટલાયે વિ ાનો હિં દુ ધર્મને બ્રાહ્મણ

ધર્મ કહે છે. આમ કહે વામાં એમનો ઉદ્દેશ ગમે તે હોય, પણ વાત સાચી છે. વેદકાળથી ચાલતા

આવેલા આ સનાતન ધર્મમાં જે સારામાં સારાં તત્ત્વો છે એને માટે કેવળ બ્રાહ્મણ-�ત્રિયો જ જવાબદાર છે. પણ આપણી આ ભવ્ય, સાર્વભૌમ સનાતન સંસ્કૃતિમાં જે દોષો છે, નબળાઈઓ

છે, અધાર્મિક તત્ત્વો છે એને માટે પણ આપણે બ્રાહ્મણો જ જવાબદાર છીએ

સ્વાતંત્ર્યયુદ્ધનું નેતૃત્વ જ ેમ મહારાષ્ટ્રનું અને દિલ્હીનું હતું તેમ મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલી પછી (એટલે કે બ્રિટિશ સામ્રાજ્ય ભારતમાં પૂરેપૂરું મજબૂત થયા પછી) ફરી સ્વાતંત્ર્યનો વિચાર કરનાર ભારતનું નેતૃત્વ મહારાષ્ટ્ર અને બંગાળનું જ ગણાય. આ કાૅંગ્રેસના નેતાઓએ રાષ્ટ્રજાગૃતિનું જ ે કાર્ય કર્યું (અને એ કાૅંગ્રેસની રાષ્ટ્રસેવા પ્રત્યે પણ અસંતોષ કેળવી એથીયે આગળ જવાની ક્રાંતિકારી વાતો જ ે લોકોએ દેશમાં ફે લાવી) તેમાં પણ પ્રમુખસ્થાન બંગાળ અને મહારાષ્ટ્રનું જ ખરું . તે વખતના કાૅંગ્રેસી (અને કાૅંગ્રેસ કરતાં આગળ વધનાર) વિચારોની અસર તળે આવેલા અને એ જ કામને પોતાનું જીવન અર્પણ કરનારા યુવાનોના પ્રતિનિધિ અમે બન્યા. લોકમાન્ય ટિળક1 અને શ્રી અરવિંદ ઘોષ જ ેવાની પ્રેરણા તળે સ્થાપન થયેલી એક ક્રાંતિકારી રાષ્ટ્રીય શાળામાં લગભગ એક જ વખતે કાકા અને મામા જોડાયા. વડોદરાના ‘ગંગનાથ ભારતીય સર્વવિદ્યાલય’માં મામા એક વિદ્યાર્થી તરીકે 1. એમાંના કેટલાંક… લોકમાન્ય ટિળક, મહર્ષિ કર્વે, વિનોબા ભાવે, ડૉ. બાબાસાહે બ આંબેડકર, ડૉ. પાંડુરંગ વામન કાણે, ગોવિંદ વલ્લભ પંત, એસ. એમ. જોશી, વિનાયક દામોદર સાવરકર અને અન્ય … — સં. 356

દાખલ થયા અને હં ુ માનું છુ ં કે બીજ ે જ વર્ષે હં ુ એ જ વિદ્યાલયમાં આચાર્ય તરીકે દાખલ થયો. (૧૯૦૯નો મે મહિનો હશે.) એ વાતને આજ ે ૬૧ વર્ષ થયાં. અંગ્રેજ સરકારે વડોદરા રાજ્ય ઉપર દબાણ આણી, ગંગનાથ વિદ્યાલય બંધ કરાવ્યું. તે પહે લાં, એ જ દબાણને કારણે, મામાસાહે બને ગિરનારમાં જઈ અજ્ઞાતવાસમાં રહે વું પડ્યું. અને ગંગનાથ વિદ્યાલય બંધ થવાથી, અને બીજુ ં કોઈ પણ એ જ જાતનું કામ ન મળવાથી, હં ુ હિમાલયમાં ચાલ્યો ગયો. મામાસાહે બ સાથેનો મારો સંબંધ આથીયે ઊંડો છે. એક વખતે વડોદરામાં જ મેં મામાસાહે બને કહ્યુંૹ પશ્ચિમના કેટલાયે વિદ્વાનો હિં દુ ધર્મને બ્રાહ્મણ ધર્મ કહે છે. આમ કહે વામાં એમનો ઉદ્દેશ ગમે તે હોય, પણ વાત સાચી છે. વેદકાળથી ચાલતા આવેલા આ સનાતન ધર્મમાં જ ે સારામાં સારાં તત્ત્વો છે એને માટે કેવળ બ્રાહ્મણ-ક્ષત્રિયો જ જવાબદાર છે. પણ આપણી આ ભવ્ય, સાર્વભૌમ સનાતન સંસ્કૃતિમાં જ ે દોષો છે, નબળાઈઓ છે, અધાર્મિક તત્ત્વો છે એને માટે પણ આપણે બ્રાહ્મણો જ જવાબદાર છીએ. જ ેમ જ ેમ જૂ ની સ્મૃતિઓ વાંચું છુ ં તેમ તેમ હિં દુ ધર્મની ભવ્યતા, બ્રાહ્મણ આદર્શની લોકોત્તર ધાર્મિકતા જોઈને ગૌરવ અનુભવું છુ .ં છતાં એ જ આપણે શૂદ્રોની જ ે હાલત કરી, અસ્પૃશ્યો પ્રત્યે જ ે પાપ કર્યું, તેની જવાબદારી પણ આપણી જ છે. માટે આપણું પાપ ધોવા માટે આપણે કાંઈક પણ કરવું જોઈએ. તમે તો ઘણી વખત કહો છો જ ‘त्रयाणाम् धूर्ताणाम् બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યોએ જાણે કાવતરું કર્યું હોય તેમ અંત્યજોને અન્યાય કર્યો છે. આવી પ્રસ્તાવના કરી મામાસાહે બને મેં વડોદરાની હરિજન શાળામાં શિક્ષક તરીકે દાખલ થવા માટે પ્રેર્યા. [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


એનું પણ કારણ કહં ુ . મુંબઈમાં એક વાર ટાઉન હૉલમાં વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડનું એક ભાષણ સાંભળવા હં ુ ગયો હતો. એ ભાષણમાં પોતાનું દુઃખ વ્યક્ત કરતાં એમણે કહ્યુંૹ “મારા રાજ્યમાં અછૂતોને આગળ આણવા માટે મેં ખાસ શાળાઓ ખોલી છે. પણ એમાં શિક્ષકનું કામ કરવા માટે મને કોઈ હિં દુ શિક્ષકો મળતા નથી. મારે મુસલમાન રાખવા પડે છે.” આ વાત સાંભળી હં ુ ખૂબ શરમાયો. અને વિચાર કર્યો કે સયાજીરાવને અછૂતોની સેવામાં એકાદ બ્રાહ્મણ આપી દઈએ તો કેવું સારું ! આ વાત આગળ ચલાવું તે પહે લાં તે વખતનું દેશનું વાતાવરણ કેવું હતું એનો પણ એક અત્યંત કડવો દાખલો અહીં રજૂ કરું . આ સાઠ વર્ષમાં આપણે કેટલા આગળ વધ્યા છીએ એનો ખ્યાલ પણ આ દાખલા પરથી આજના વાચકોને આવી જશે. સ્વરાજ્યનું વાતાવરણ ફે લાવવા માટે જો ક્રાંતિકારી કેળવણી ચલાવવી હોય તો એની સાથે ધાર્મિક કેળવણી પણ જોડી દેવી જોઈએ. તો જ ‘જનતાની સહાનુભૂતિ મળશે. આપણે ધર્મસુધારનું પણ કામ કરી શકીશું અને અંગ્રેજ લોકો આપણને પ્રારં ભમાં જ નહીં નડે.’ એવા વિચારથી જ ે રાષ્ટ્રીય કેળવણીની ક્રાંતિકારી સંસ્થાઓ અમે ચલાવતા હતા તેમાં ગંગનાથ વિદ્યાલય મોખરે ગણાય. (એ જ જાતનો એક પ્રયોગ મેં ૧૯૦૮માં બેલગામમાં કરે લો. એટલે એ પ્રયોગની સારીનરસી બંને બાજુ નો મને અનુભવ હતો.) ગંગનાથ વિદ્યાલયની સ્થાપના નર્મદાકિનારે ગંગનાથ નામની જ એક તીર્થભૂમિ ઉપર, સ્વામી બ્રહ્માનંદ નામના એક સંન્યાસીના આશીર્વાદ મેળવી થઈ હતી. આગળ જતાં એ સંસ્થા વડોદરામાં આણવી પડી. અને ત્યાંના એક મોટા મંદિરમાં એ ચાલતી હતી. એ જ અરસામાં એ વિદ્યાલયમાં હં ુ દાખલ થયો. તેજસ્વી દેશભક્ત અરવિંદ ઘોષના नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

સ્નેહી બૅરિસ્ટર દેશપાંડએ ે એની સ્થાપના કરી છે એ જાણતો હોવાથી જ એમાં હં ુ દાખલ થયો હતો. ત્યાં મેં શું જોયું? ગંગનાથમાં રસોઈ બનાવનારા બધા બ્રાહ્મણો મદ્રાસ તરફના. એ તો ઠીક. પણ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને પીરસવાનું કામ ફક્ત દક્ષિણી બ્રાહ્મણો જ કરી શકે, એવો નિયમ હતો. ગુજરાતી બ્રાહ્મણો રસોઈને અડે તો મહારાષ્ટ્રી અને મદ્રાસી બ્રાહ્મણો એ અપવિત્ર અન્ન ખાય નહીં. આ વસ્તુ તરફ મારું ધ્યાન જતાં થોડી વાર લાગી. પણ ધ્યાન જતાંવેંત મેં કહ્યુંૹ “આ વસ્તુ તો એક દિવસ પણ ચલાવવા હં ુ તૈયાર નથી. ગુજરાતી બ્રાહ્મણો ભલે આ વસ્તુ સહન કરતા આવ્યા હોય. મારાથી આ સહન ન થાય.” ચર્ચામાં ખબર પડી કે ગુજરાતી બ્રાહ્મણો જો રસોડામાં દાખલ થાય તો મદ્રાસી રસોઇયાઓ રાજીનામું આપી સંસ્થા છોડી જશે. વાત અમારા સંસ્થાપક બૅરિસ્ટર કેશવરાવ દેશપાંડ ે સુધી પહોંચી ગઈ. હં ુ એમને મળ્યો. તેઓ મને કંઈ પણ પૂછ ે કે સમજાવે તે પહે લાં જ મેં મારી વાત ચલાવી. મેં કહ્યુંૹ “હં ુ સનાતની છુ .ં વર્ણવ્યવસ્થામાં માનું છુ ં પણ હિં દુ ધર્મમાં ચાતુર્વર્ણ્ય છે કે અનન્ત વર્ણ્ય? સ્વરાજ્ય મેળવવું છે. એમાં ભારતીય એકતા કરવી છે કે આવો ઊંચનીચ ભાવ કાયમ રાખી આપણે સ્વરાજ્ય મેળવવાના છીએ? ‘રિવાજ આજ સુધી ચાલતો આવ્યો છે અને બધાઓએ માન્ય રાખ્યો છે.’ એ દલીલ હં ુ સાંભળવા તૈયાર નથી.” અનુભવી કેશવરાવ દેશપાંડએ ે પોતાની મીઠાશથી મને શાંત પાડ્યો અને કહ્યુંૹ આ વડોદરા રાજ્ય છે. મહારાષ્ટ્રી બ્રાહ્મણોનું અહીં વર્ચસ્વ છે. સનાતની લોકોને એ મંજૂર છે. સનાતની લોકોની મદદ વગર સંસ્થા ચાલવાની નથી. એ બધું જોઈને જ ે ચાલતું આવ્યું છે એ મેં ચાલવા દીધું છે. મારા અધિકારમાં 357


એમાં કશો ફે રફાર કરવાનું મને યોગ્ય લાગ્યું નહીં. આજ ે પણ તમે માગો છો એવો ફે રફાર કરવા હં ુ હુકમ ન કાઢુ.ં પણ (મેં મારા કાન વધારે જાગ્રત કર્યા.) જો તે તમારી હિં મત ઉપર રિવાજમાં ફે રફાર કરશો તો હં ુ તમારું સમર્થન કરીશ, પછી પરિણામ ગમે તે આવે. મારી જિંદગીનો તે ધન્ય દિવસ હતો. મેં એટલું જ કહ્યુંૹ ક્રાંતિકારી છુ .ં સામ્રાજ્ય તોડવા નીકળ્યા છીએ. એક અનિષ્ટ રૂઢિ તોડવા માટે એક અત્યંત મહત્ત્વની સંસ્થાનું બલિદાન આપવું પડે તો એને માટે હં ુ તૈયાર છુ .ં પણ સંસ્થા આપની છે. આપની સંમતિ વગર હં ુ અહીં કશું કરી ન શકું. બધી જવાબદારી મારી. આપનું નૈતિક સમર્થન મારી પાછળ હોય એટલું મને બસ છે. એથી વધારે આપની પાસેથી હં ુ કશું માગતો નથી. મેં માન્યું કે ગઢ જીત્યા. પણ મુશ્કેલી હવે પછી જ આવવાની હતી. મદ્રાસી બ્રાહ્મણ રસોઇયાઓ એકેએક છોડીને ચાલ્યા ગયા. પણ રાંધવાની એટલી યોગ્યતાવાળા ગુજરાતી બ્રાહ્મણ રસોઇયાઓ મળે નહીં. પોણોસો-સો જ ેટલા લોકોને હં ુ શું ખવડાવું? પાછી પાની કરવાની દાનત ન હતી. અને એવી દાનત હોત તોપણ મામલો ખૂબ આગળ વધી ગયો હતો. જ ેવા મળ્યા તેવા ગુજરાતી બ્રાહ્મણ રસોઇયા આણીને કામ શરૂ કર્યુંૹ ખાતાં કોઈને ફાવે નહીં, પણ મેં નભાવવાનો નિશ્ચય કરે લો. હવે બીજી કસોટી. મહારાષ્ટ્રી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ કહે , “ગુજરાતી બ્રાહ્મણો અમને પીરસે એ અમને નહીં પોસાય. અમે ચાલ્યા!!” અેને માટે હં ુ તૈયાર ન હતો. પાછળથી ખબર પડી કે વડોદરાના સનાતની મહારાષ્ટ્રી નેતાઓએ એમને ચડાવ્યા હતા. મેં કહ્યુંૹ “ભગવાનને નામે, અને શુદ્ધ હિં દુ ધર્મને નામે, મેં પગલું ભર્યું છે. 358

એટલે મારે માટે ફરી વિચારવાનું છે જ નહીં. જ ેટલાને જવું હોય તેટલા બધા ભલે જાય. હં ુ અહીં બેઠો છુ .ં સંસ્થા ચલાવીશ.” લગભગ બધા મહારાષ્ટ્રી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ ચાલ્યા ગયા. એમાંના કેટલાક ઘરના ગરીબ અનાથ હતા. પણ ધર્મ ખોઈને તેઓ ખાય શી રીતે? અને કેળવણી લે શી રીતે? હવે આવી મારી ત્રીજી કસોટી. અમારા સંસ્કૃત શિક્ષક ચિંતામણ શાસ્ત્રી જોશી — (જ ે આગળ જતાં શાંતિનિકેતનમાં અને મહારાષ્ટ્રમાં ઉત્તમ રાષ્ટ્રીય શિક્ષક, સ્વાતંત્ર્યના ઉપાસક અને ગાંધીવાદી તરીકે પ્રખ્યાત થયેલા છે.) મારી પાસે આવીને કહે , “કાકાસાહે બ, હં ુ પણ હવે ગંગનાથના રસોડામાં જમી ન શકું.” આ મારી છેલ્લી કસોટી હતી. હં ુ લગભગ ભાંગી પડ્યો. અંતે કરગરીને કહ્યુંૹ “શાસ્ત્રીજી, ગંગનાથને રસોડે ભલે ન જમતા. મારે ત્યાં જમો. હં ુ મહારાષ્ટ્રી બ્રાહ્મણ છુ ,ં પણ હં ુ છુ ં સારસ્વત (શેણવી). તમે કોંકણસ્થ બ્રાહ્મણો અમારા હાથનું ખાતા નથી એ હં ુ જાણું છુ .ં પણ તમને એ જાતનો બાધ નથી. કાં તો મારે ઘેર જમો અથવા કર્ણાટકના ઊટગીકર શાસ્ત્રીને ત્યાં જમો. પણ તમારાથી વિદ્યાલય છોડાય નહીં.” તેઓ માની ગયા એટલે દરજ્જે હં ુ જીત્યો. મેળવી મેળવીને આખરે મેં શું મેળવ્યું? સનાતની બ્રાહ્મણ-બ્રાહ્મણેતર બધી ન્યાતો એક કરવાની વાત જ ન હતી. બ્રાહ્મણેતરો રસોડામાં જાય કે પીરસે એ પણ નહીં. પણ ‘મહારાષ્ટ્રી બ્રાહ્મણો ગુજરાતી બ્રાહ્મણોના હાથનું ખાવા તૈયાર થઈ જાય.’ એટલું જ મેં મેળવ્યું! તે દિવસે વડોદરા શહે રમાં કેટલી બધી હોહા થઈ! હિં દુ સમાજ ે હજી ક્યાં સુધી આગળ જવાનું છે એનો વિચાર કરતાં સાઠ વરસ પહે લાંની મારી આ જીતની કિંમત કેટલી? પણ તે વખતે ગુજરાતી અને મહારાષ્ટ્રી સમાજમાં આ ક્રાંતિની ઘણી ચર્ચા થવા પામી હતી. હવે આપણે મામાસાહે બની કથા ઉપર આવીએ. [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


એટલે હવે જ ે કહે વા માગું છુ ં તેમાં ઉપરના આખા પ્રકરણનો સંદર્ભ ધ્યાનમાં આવશે. બ્રિટિશ સી.આઈ.ડી.ના વચવાળા એક મહારાષ્ટ્રી અમલદાર અમને ખાનગીમાં મળ્યા. એમણે અમને કહ્યુંૹ “તમે જાણો છો આ મામાફડકે રત્નાગિરીના છે! (તેમાંયે સાવરકર સાથેનો એનો પત્રવ્યવહાર પકડાયો છે!!1 તમે એને તમારા વિદ્યાલયમાં શિક્ષક રાખ્યો છે. એટલું જ નહીં પણ ઇતિહાસ જ ેવો વિષય ભણાવવાનું કામ એને સોંપ્યું છે. અંગ્રેજ સરકાર એ કેમ સહન કરી શકે? તમે દેશી રાજ્યમાં છો તેથી! તમે જોશો, બ્રિટિશ રાજ કરતાં તમે અહીં વધારે સુરક્ષિત નથી જ. ડાહ્યા હશો તો આ મામાને તમારે ત્યાંથી રજા આપશો. આ કિસ્સાનો ઉલ્લેખ મામાસાહે બની આત્મકથામાં છે જ. અંગ્રેજ સરકારનું દબાણ આવ્યું. વડોદરા રાજ્યના બેત્રણ મહત્ત્વના અમલદારો ગંગનાથ વિદ્યાલયના વ્યવસ્થાપકોમાં હતા. એટલે દબાણ ચાલ્યું. મામાસાહે બને ગંગનાથ છોડવું પડ્યું. મારી સલાહ પ્રમાણે, એમને અછૂતોની નિશાળમાં જગા મેળવવાનો અમે પ્રયત્ન કર્યો. અને… અને… વડોદરાનું આખું રાજ્યતંત્ર અમારી સામે થયું. એક બ્રાહ્મણ હરિજનોની નિશાળમાં જઈને ભણાવવા તૈયાર થયો છે? એણે જાણવું જોઈએ કે આ કંઈ રાષ્ટ્રીય નિશાળ નથી. વડોદરા રાજ્યની નિશાળ છે. જોઈશું એને શી રીતે નોકરી મળે છે? લાંબો કિસ્સો ટૂ કં ાવીને કહં ુ છુ ં કે વડોદરા રાજ્યના મોટા સૂબા કેશવરાવ દેશપાંડ,ે એ જ રાજના ગોરા પ્રધાનમંત્રી (દીવાન) સેડન પાસે ગયા. ત્યાં બધી લાગવગ લગાડી મામાસાહે બ ફડકેને અછૂતોની નિશાળમાં, એક મુસલમાન હે ડમાસ્તરના હાથ નીચે 1. આ વાત સાચી નથી. — મામા [ફડકે] नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

રૂપિયા દસની શિક્ષક તરીકેની નોકરી મળી!! તે વખતનું મારું વલણ પણ મારે અહીં જાહે ર કરવું જોઈએ. મેં મામાસાહે બને કહ્યું, ‘મામા, નોકરી તો મળી. પણ તમે વડોદરા શહે રમાં, બ્રાહ્મણ લત્તામાં રહો છો. ત્યાં એ લોકો તમને રહે વા ન દે. માટે મારી વાત માની જાઓ. અને નિશાળથી પાછા આવતાંવેંત ઘરમાં નહીં, પણ નળ નીચે ખુલ્લામાં નાહો. આ રીતે હરિજનોને અડવાનું પાપ રોજ ધોઈ કાઢો. પછી જ ઘરમાં દાખલ થાઓ. આ બધું આપણને પોસાય. પણ તમારે બ્રાહ્મણ લત્તામાં રહીને જ હરિજનોને ભણાવવા જવું જોઈએ. (તે વખતે આ અછૂતોને હરિજન જ ેવું પવિત્ર નામ મળ્યું ન હતું.) નાહવાથી બહુ લાભ થયો. ૧૯૧૦માં મામાનું માન વધ્યું જ્યારે ૧૯૧૫માં બીજાએ માર ખાધો.2 મામાએ આ બધું કર્યું. (એમની એ તપસ્યા હિં દુ ધર્મના ઇતિહાસમાં નોંધેલી હોવી જોઈએ એટલા માટે આ બધું અહીં લખ્યું છે. મામાસાહે બ આ બધું લખે નહીં. પણ એના વગર એમની આત્મકથા પૂરી શી રીતે થાય?) એ જ મામાસાહે બને આગળ જતાં હરિજન છોકરાઓએ અર્ધાં ખાધેલાં અને પ્રેમથી આપેલાં ઉમરાનાં ફળો અંજીરના સ્વાદથી 2. હં ુ તે વખતે વીશીમાં જમતો હતો. ગુણે (સ્વામી કુ વલાનંદ કવિ) મારી સાથે જમતા હતા. હં ુ અંત્યજ શાળામાં જઈને ભણાવું છુ ,ં ત્યાંથી આવીને નાહં ુ છુ ં એ જાણીને વીશીમાં જમનારા બીજા બ્રાહ્મણો બહુ ખુશ થયા. વીશીવાળી બાઈ પણ બહુ ખુશ થઈ ગઈ ને મને આગ્રહ કરીને પીરસવા માંડી. બધામાં મારું માન વધ્યું. આ સને ૧૯૧૦ ની વાત છે.  એથી ઊલટુ ં આંબેડકરસાહે બના કિસ્સામાં બન્યું. મહારાજા સયાજીરાવની સ્કૉલરશિપ મેળવીને તેઓ પરદેશમાં અભ્યાસ કરીને સ્વદેશ પાછા આવ્યા. તેમને વડોદરા રાજ્યની નોકરી મળી. તેઓએ નોકરી માટે મહારાજાને અરજી કરી, પણ ઘરને માટે કરી નહીં. તે કરત તો ઘર પણ સહે લાઈથી મળી જાત. પણ નાત છુ પાવીને તેઓ પારસીની ધર્મશાળામાં રહે તા. વાત બહાર ફૂટી તેથી ધર્મશાળાના વ્યવસ્થાપકોએ એમને મારવા લીધા. આ પ્રસંગ ૧૯૧૫માં બન્યો. વચ્ચે પાંચ વરસ ગયાં. એમાં સંસારસુધારો ૧૯૧૦ કરતાં કાંઈક આગળ વધેલો. —મામા ફડકે 359


ખાતા મેં જોયા છે. ગોધરા પરિષદમાં એક અંત્યજ મેળાવડો થયો હતો. એમાંથી જ ગુજરાતની પહે લવહે લી (અને ભારત માટે ઐતિહાસિક મહત્ત્વની) હરિજન સંસ્થા સ્થાપના થઈ. એ સંસ્થા વિશે લખતાં મામાસાહે બે લખ્યું જ છેૹ “હરિજન કાર્ય માટે કાકાએ જ મારી ભલામણ ગાંધીજી આગળ કરી. કેમ કે સન ૧૯૧૧-૧૨ વખતની મારી હરિજનસેવા કાકાસાહે બ જાણતા હતા.” આ આત્મકથામાં મામાસાહે બે લખ્યું છેૹ “અંગ્રેજોનું રાજ્ય તોડવા માટે ગુપ્ત રીતે તૈયારી કરવી જોઈએ.” એ વિચારથી દેશને તૈયાર કરનારા લોકોમાં પોતે ન હતા. એ વાત સાચી છે. પણ મામાએ પોતાની સ્વતંત્રવૃત્તિથી અને સાવરકર જ ેવા સાથે પત્રવ્યવહાર રાખી વિદેશી સરકારના પોલીસ ખાતામાં એ જાતની નામના મેળવી હતી. અને તેથી સશસ્ત્ર ક્રાંતિવાદી લોકોને જ ે વેઠવું પડ્યું એના કરતાં મામાસાહે બને ઓછુ ં ન પડ્યું. એમની આત્મકથા

પરથી આ વસ્તુ આપણે જાણી શકીએ છીએ. હવે મામાસાહે બ ઘરડા થયા છે. એમની એક આંખ ગઈ છે. બીજી આંખ કામ આપતી નથી. શરીરશ્રમ કરીને સંસ્થા ચલાવવાની એમની ઉંમર નથી. છતાં પોતાની આજન્મ તપસ્યાથી અને અનાસક્તિથી મામાએ હરિજન કોમના હૃદયમાં, તેમ જ આખા દેશના સ્વ-રાજ્યસેવકોના હૃદયમાં અત્યંત આદરનું સ્થાન મેળવ્યું છે. મામા પાસેથી જ ેમણે પ્રેરણા મેળવી એવા સવર્ણ તેમ જ હરિજન નવયુવકોમાંના કેટલાક હવે દેશના માન્ય નેતા થઈ સ્વરાજ્યની સેવા કરી રહ્યા છે. આ બધું જોવાનું અને એ સાથીઓને આશીર્વાદ આપવાનું ભાગ્ય મામાને મળ્યું છે. આજનો આખો જમાનો એમની સાત્ત્વિક અદેખાઈ કરી શકે છે. જ ે સમાધાન મામાના હૈ યામાં આજ ે છે તેવું આધ્યાત્મિક સમાધાન નવા રાષ્ટ્રસેવકોમાં કેટલા માણી શકશે? काका कालेलकर

કાકા, મામા, અણ્ણા અને આપ્પા રાજકોટથી હં ુ શાંતિનિકેતન ગયો. ત્યાં ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મને પ્રેમથી નવરાવ્યો. સ્વાગતના વિધિમાં સાદાઈ, કલા અને પ્રેમનું સુંદર મિશ્રણ હતું. ત્યાં મને કાકાસાહે બ કાલેલકરની પહે લી મુલાકાત થઈ.  કાલેલકર ‘કાકાસાહે બ’ કેમ કહે વાતા હતા એ તો ત્યારે હં ુ જાણતો જ નહોતો. પણ પાછળથી માલૂમ પડ્યું કે કેશવરાવ દેશપાંડ,ે જ ેઓ વિલાયતમાં મારા સમકાલીન હતા ને જ ેમની સાથે મારો વિલાયતમાં સરસ પરિચય થયો હતો, તે વડોદરા રાજ્યમાં ‘ગંગનાથ વિદ્યાલય’ ચલાવતા હતા. તેમની ઘણી ભાવનાઓમાં એક આ પણ હતી કે વિદ્યાલયમાં કૌટુબિ ં ક ભાવના હોવી જોઈએ. તેથી બધા અધ્યાપકોને નામો આપ્યાં હતાં. તેમાં કાલેલકર ‘કાકા’ નામ પામ્યા. ફડકે ‘મામા’ થયા. હરિહર શર્મા ‘અણ્ણા’ થયા અને બીજાઓને યોગ્ય નામો મળ્યાં. કાકાના સાથી તરીકે આનંદાનંદ (સ્વામી) અને મામાના મિત્ર તરીકે પટવર્ધન (આપ્પા) આગળ જતાં આ કુ ટુબ ં માં જોડાયા. એ કુ ટુબ ં માંના ઉપરના પાંચે એક પછી એક મારા સાથી થયા. દેશપાંડ ે ‘સાહે બ’ને નામે ઓળખાયા. સાહે બનું વિદ્યાલય બંધ થયા પછી આ કુ ટુબ ં વીખરાયું. પણ એ લોકોએ પોતાનો આધ્યાત્મિક સંબંધ ન છોડ્યો. મો. ક. ગાંધી, આત્મકથામાંથી 360

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


भाषा-त्रिवेणी

રવીન્દ્ર–સાૈરભ(लिपिका) (સર્જકૹ રવીન્દ્રનાથ ટાગોર)

કાકાસાહે બની સાહિત્યરુચિ ઘડાઈ છે રવીન્દ્રનાથ અને કાલિદાસના સાહિત્યથી અને જીવનદૃષ્ટિ રં ગાઈ છે ગાંધીજીની વિચારણાથી. (ટૉલ્સ્ટૉયના કળા ઉપરના વિચારોનો પરિચય કાકાસાહે બને પોતાના સાહિત્ય આદિ કળાઓ વિશેના વિચારો પરિપક્વ થયા પહે લાં થયો હોય તો ટૉલ્સ્ટૉયની અસર પણ ગણાય.) કાકાસાહે બની સાહિત્યપ્રવૃત્તિનો આરં ભ રવીન્દ્રનાથ ઉપરના લેખથી થયો છે. અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ [ઈ.સ. ૧૯૨૦] મળી અને “કોકિલકંઠ રવીન્દ્રના શ્રવણમનોહર પંચમ સ્વરથી અમદાવાદનો વસન્ત નિનાદિત થયો” એ પ્રસંગે ગુજરાતને કવિવરનો પરિચય કરાવવા કાકાસાહે બે જ ે લેખ લખ્યો તે એમનો પહે લો સાહિત્ય વિષયક લેખ છે. …એ પછી પણ રવીન્દ્રનાથના સાહિત્યનું પરિશીલન કાકાસાહે બ કરતા રહ્યા છે અને વિવિધ દૃષ્ટિકોણથી તેમના ગ્રંથોનું તાત્પર્યદર્શન કરાવવાના પ્રસંગો આવ્યા કર્યા છે... [કાલેલકર અધ્યયન ગ્રંથમાં રમણલાલ જોષીના લેખ ‘કાકાસાહે બનું સાહિત્ય વિવેચન’માંથી]

નવી દિલ્હી, તા. ૨૫-૪-’૫૬ હનુમાનજયંતી

સ્વરાજ્યની હિલચાલના છેવટના કટોકટીના

દિવસોમાં જ ેલજીવન દરમિયાન જ ે થોડીક સાહિત્યપ્રવૃત્તિ કરી શકયો તેમાં રવીન્દ્રનાથની કવિતાનું મનન અને लिपिका નામે પ્રસિદ્ધ થયેલાં એમનાં ગદ્યકાવ્યોના અથવા નિબંધોના સંગ્રહનો અનુવાદ ગણાવી શકાય. આશ્રમના અને જ ેલના સાથી શ્રી શિવબાલક બિસેન પૂર્વ બંગાળમાં રહી આવેલા એટલે એમને ઠેઠ બંગાળીનું જ્ઞાન સારું . મરાઠી, ગુજરાતી, અને હિન્દી, ત્રણે ભાષા એમને પણ, મારી પેઠ,ે સ્વભાષા જ ેવી જ. लिपिकाનું ભાષાંતર મેં એમને મરાઠીમાં લખાવ્યું. એ રવીન્દ્ર-સૌરભ સર્જકૹ રવીન્દ્રનાથ ટાગોર પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1959માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું બીજુ ં પુનર્મુદ્રણ, વર્ષ 2013 ISBNૹ 978-81-7229-465-6 પેપર બૅક સાઇઝૹ 4.75 "× 7" પાનાંૹ 8+232 • ૱ 110

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

ભાષાંતર — रवीन्द्र प्रतिमेचे कोंवके किरण એ નામે હમણાં હમણાં પ્રસિદ્ધ થયું છે અને મહારાષ્ટ્રના લોકોને એ પસંદ પણ પડયું છે. મારું ઘણુંખરું લખાણ મૂળ ગુજરાતીમાં થયેલું. તેનું ભાષાંતર અનેક મિત્રોએ મારી જન્મભાષા મરાઠીમાં કર્યું. કેટલાક લોકો આને ઊલટી ગંગા કહે છે. આ ચોપડીની બાબતમાં એવું નથી થયું. આમાં મૂળ મેં પોતે મરાઠીમાં લખ્યું અને ગુજરાતી અનુવાદ ચિ. સરોજિનીએ કર્યો, જ ે હં ુ બરાબર જોઈ ગયો છુ .ં ખરું જોતાં ગુજરાતી, મરાઠી અને હિં દી એક જ ભારતી ભાષા-વૃક્ષની ત્રણ શાખાઓ છે. શાખાઓ દેખાય છે અલગ અલગ. ભિન્ન ભિન્ન દિશાએ ફે લાયેલી પણ હોય છે. દરે કનો આકાર પ્રકાર નોખો. છતાં એક જ થડમાંથી તેઓ પોતાનો જીવનરસ મેળવે છે. અને એક જ ભૂમિભાગમાં પોતાનાં મૂળિયાં ફે લાવી એ જીવનરસ એ ચૂસે છે. તેથી આ ત્રણે ભાષાનું સાહિત્ય એ ત્રણ ભાષા બોલનાર લોકોએ મૂળમાં જ વાચવું જોઈએ. પણ આપણા લોકો છેક નાનપણથી અંગ્રેજી શીખવા પાછળ એટલી મહે નત લે છે અને એટલો 361


વખત રોકે છે કે પડોશની ભાષાઓ શીખી લેવાનું જરૂરી અને આનંદદાયક કર્તવ્ય તેઓ ભૂલી જ જાય છે. અને તેથી આ ત્રણ ભાષાના ગ્રંથોના પણ પરસ્પર અનુવાદો કરી આપવા પડે છે. ભાષાંતરકાર અથવા અનુવાદક ખરું જોતાં સંસ્કૃતિક્ષેત્રના એલચીઓ હોય છે. પરસ્પર સૌમનસ્ય અને આત્મીયતા વધારવી એ પવિત્ર કાર્યને તેઓ વરે લા હોય છે. બે ભાષાનું ફક્ત ઉપલકિયું જ્ઞાન હોય તો માણસ એ કામ કરી ન શકે. બે ભાષાની ખૂબીઓ, એના વાક‌્પચાર અને એમનાં હાર્દ સાથે ગાઢ પરિચય હોવો જોઈએ. બંને સમાજ સાથે સરખી જ આત્મીયતા પણ હોવી જોઈએ, બંને સમાજના સ્વભાવના વિશેષો સાથે કેવળ પરિચય જ નહીં પણ સહાનુભૂતિ પણ હોવી જોઈએ. આટલી યોગ્યતા સાથે કરે લા અનુવાદો ખરે ખર જ સંસ્કૃિતની દૃષ્ટિએ આશીર્વાદ સમા હોય છે. અને અહીં તો મૂળ બંગાળી લખાણ રવીદ્રનાથ જ ેવા વિશ્વકવિની પ્રતિભાના પ્રતિનિધિરૂપ છે. બંગાળીના મારા મરાઠી અનુવાદ પરથી કરે લા આ ગુજરાતી અનુવાદમાં પણ એક જાતનો ત્રિવેણી સમન્વય સધાયો છે. આ અનુવાદ ચિ. સરોજિનીએ પ્રેમપૂર્વક કર્યો છે. અઢાર વરસ થયાં ચિ. સરોજ ે મારી તમામ પ્રવૃત્તિઓમાં મને સાથ આપ્યો છે. પ્રવાસને અંગે ખેડલ ે ી પ્રવૃત્તિઓ ઉપરાંત પત્રવ્યવહાર અને સાહિત્યસેવા, દરે કમાં એનો હિસ્સો છે જ. એટલે ‘વખત નથી મળતો’ એમ કહે વાનો અધિકાર મારા કરતાં એને વધારે છે. વૃદ્ધ પિતાની ખાવાપીવાની વગેરે સગવડ ઉપર દેખરે ખ રાખવી એ જ દીકરી માટે આખું ધ્યાન માગનારી પ્રવૃત્તિ છે. તે સાચવીને નિત્યના કાગળો લખવા અને રોજ ઊઠીને ઊભી રહે તી મુસાફરીની તૈયારીઓ કરવી એ પ્રવૃત્તિ પણ ઓછો વખત ખાઈ નથી જતી. 362

આ બધું સાચવીને ચિ. સરોજ ે કેવળ બે મહિનાની અંદર આ આખી ચોપડી મરાઠી પરથી ગુજરાતીમાં ઉતારી આપી, અને નવજીવનને સોંપી દીધી. આ આખું ભાષાંતર હં ુ એક વાર ધ્યાનપૂર્વક જોઈ ગયો છુ .ં મારે એમાં વિશેષ ફે રફાર કરવા જ ન પડ્યા. કેમ કે મારા વિચાર અને શૈલી સાથે ચિ. સરોજ એટલી ઓતપ્રોત થઈ છે કે બીજી રીતે લખવા એ ધારત તોપણ ન કરી શકત. लिपिकाમાં આવેલાં તમામ ગદ્યકાવ્યો નાજુ ક પીંછીથી ચીતરે લાં છે. એમાં જીવનાનુભૂતિ છે, કાવ્ય છે, અને કાવ્યમય તત્ત્વજ્ઞાન પણ છે. તેથી એ હળવામાં હળવું છતાં ભારે માં ભારે સાહિત્ય ગણી શકાય. આની અસર આ જમાનાના લેખકો ઉપર અજાણતાં, પણ વધારે માં વધારે થવાની છે. દરે ક પ્રકરણને અંતે રસગ્રહણ તરીકે મેં મારો આસ્વાદ નોંધી રાખવાની ધૃષ્ટતા કરી છે. પણ એમાં ધૃષ્ટતા કરતાં આનંદ અને કૃ તજ્ઞતા વધારે છે. સંગીતની ભાષા વાપરીએ તો સતારના પડદા તળેના તારોનું એ કુ દરતી અનુરણન છે. આમ જ ે વ્યાપાર સ્વાભાવિક છે તેનું સમર્થન કરવાની જરૂર काका कालेलकर ન હોય. નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા નવેમ્બર, ૨૦૧૬

નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી ભીખાભાઈ ના. સગર, બાઇન્ડિંગ વિભાગ, •

૧૦ – ૧૧ – ૧૯૫૪

શ્રી કાંતિભાઈ પૂ. પારઘી, પ્રકાશન વિભાગ,

•  ૧૦– ૧૧ – ’૫૬

શ્રી હરિશભાઈ લ. કોષ્ટી, હિસાબ વિભાગ,

•  ૧૮– ૧૧ – ’૬૨

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


જીવનધર્મ કયો! લે મિઝેરાબ્લ ઉર્ફે દરિદ્રનારાયણ (લે. વિક્ટર હ્યૂગો, અનુ. અને સંપાદનૹ ગોપાળદાસ જીવાભાઈ પટેલ) જગ-વિખ્યાત ફ્રેંચ સાહિત્યકાર વિક્ટર હ્યૂગોની આ મશહૂર અમર કૃ તિનો પ્રવેશક પરિચય આપવાની જરૂર ન હોય. … ભાઈ ગોપાળદાસે, મારી સૂચનાથી, હ્યૂગોના આ પુસ્તકનો કિશોરભોગ્ય સંક્ષેપ ‘ગુનો અને ગરીબાઈ’ નામથી અગાઉ બહાર પાડયો છે. મોટા ટાઇપમાં, ક્રાઉન કદમાં ૨૦૮ પાનમાં એ સમાવાયો હતો. એ પણ એક સંક્ષેપ-વિક્રમ જ ગણાય. હ્યૂગોની આ કથા એવી છે કે, સર્વ-વયીઓને તેમાં રસ પડે; એટલું જ નહીં, વારં વાર વાંચતાંય થાક ન લાગે—બલ્કે ફરી ફરી વાંચવા મન થાય. આથી કરીને, મોટી ઉંમરના સામાન્ય વાચકને માટે, કદમાં કાંઈક મોટો એવો આ બીજો સંક્ષેપ ભાઈ ગોપાળદાસે તૈયાર કર્યો એ સારું થયું છે. ગુજરાતી વાચકોએ તે માટે એમનો આભાર માનવો ઘટે છે. [પુસ્તકમાં મગનભાઈ દેસાઈ લિખિત ‘કૃ તાંજલિ’માંથી]

૧૨ – ૧૦ – ’૬૩

લે મિઝેરાબ્લ1. આ નવલકથાએ વિશ્વસાહિત્યમાં

ક્યારનું સ્થાન મેળવ્યું છે. નવલકથા અને નવલકથાકાર બંનેની શતાબ્દી ઊજવવાનો આ સમય છે. આ નવલકથા વાંચીને જ મારા મનમાં એક વિચાર જામ્યો તે મેં અનેક ઠેકાણે વાપર્યો છે. દરે ક નવલકથામાં નાયક નાયિકા ઉપરાંત એક મંગલમૂર્તિની પણ આવશ્યકતા હોય છે. લે મિઝેરાબ્લમાં નાયક ઉપર પોતાની ક્ષમાયુક્ત ઉદારતાની અમીટ અસર પાડનાર એક બિશપ પ્રારં ભમાં આવીને ગાયબ થઈ જાય છે. ફરી એનાં દર્શન તો શું, ઉલ્લેખ પણ મળે નહીં. અને છતાં એ મંગલમૂર્તિ બિશપની અસર આખી વાર્તામાં આખર સુધી દેખાય છે. રવિબાબુની ઘરે બાહિરે માં નાયક નાયિકાનાં જીવન ઉપર નત નયને અનિમિષે આશીર્વાદ રે ડનારા અધ્યાપક એ મંગલમૂર્તિ છે. લે   મિઝેરાબ્લ ઉર્ફે    દરિદ્રનારાયણ સર્જકૹ વિક્ટર હ્યૂગો પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1964માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું પુનઃ પ્રકાશન, વર્ષ 2015 ISBNૹ 978-81-7229-664-3 પેપર બૅક સાઇઝૹ 5.5 '× 8.5" પાનાંૹ 16+512 • ૱ 350

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

મહાભારતમાં1શ્રીકૃ ષ્ણ ભગવાન, વ્યાસ અને વિદુર એ ત્રણેને આપણે મંગલમૂર્તિ ગણી શકીએ. રામાયણ માટે ‘કઠોરગર્ભા’ સીતાને આશ્રય આપનાર અને એમનાં બાળકોનું સંગોપન કરનાર વાલ્મીકિ પોતે જ મંગલમૂર્તિ છે. આ નવલકથાને કારણે એનો નાયક જાઁ વાલજાઁ ઐતિહાસિક વ્યક્તિ જ ેવો થઈ ગયો છો. જીવનમાં સર્વશ્રેષ્ઠ શું? ત્રાજવાનો અણિશુદ્ધ કાનૂની ન્યાય? કે માણસાઈની અપાર ઉદારતા, ક્ષમા અને પ્રેમ? આ વાર્તામાં ચમકતો પોલીસ ઑફિસર કાનૂનમાં માને છે. ત્યાં એ હાર્યો ત્યારે એને અણગમતો ઉદારતાનો ધર્મ સ્વીકારવાને બદલે એ આત્મહત્યા કરે છે. એની સ્વધર્મ-નિષ્ઠા અને એના ધર્મની વિફલતા બંને આપણા હૃદય ઉપર અંકાઈ જાય છે. આવી વિશ્વમાન્ય નવલકથા ઉત્તમ રીતે ગુજરાતીમાં આણી આપનાર મારા જૂ ના સાથી શ્રી ગોપાલદાસભાઈને હાર્દિક અભિનંદન. કાકા કાલેલકર 1. કૃ તિનો વ્યાપક પરિચયૹ રમેશ બી. શાહ, ઑક્ટોબર, ૨૦૧૫ સાહિત્યિક પરિચયૹ પ્રફુલ્લ રાવલ, નવેમ્બર, ૨૦૧૫ દુઃખ-દારિદ્ર�ની દૃષ્ટિએ પરિચયૹ ચંદુ મહે રિયા, જાન્યુ.ફે બ્રુ., ૨૦૧૫ 

363


दूरना पोतीका

શર્કરા ીપ મોરિશિયસ અને બીજા ટાપુઓ (લે. સરોજિની નાણાવટી)

પૂજ્યશ્રી કાકાસાહે બ સાથે ભારતમાં અને ભારત બહાર ઘણો પ્રવાસ કરવાનું ભાગ્ય મને સાંપડ્યું છે. પ્રવાસમાં કાંઈ પણ સુંદર, મંગલ, પ્રેરણામય, કે વિચારપ્રેરક જોઈએ કે તરત મનમાં થાય ‘આ જો લખીએ તો કેટલા બધા આપણા સ્વજનો સાથે મળીને આ આનંદનો લહાવો લેવાશે!  — એટલે પછી લખી કાઢવા માટે પૂજ્ય શ્રી કાકાસાહે બને વીનવું. એમનો ઉત્સાહ તો મારાથી પણ વધારે ; પણ જ ે કામ આગળ આવે તેને ના ન કહી શકવાથી કોઈ કાળે નિરાંતે બેસીને લખવાનો વખત મળે જ નહીં! એટલે વિનંતી, પ્રાર્થનાથી માંડીને ‘જીવ ખાવા’ સુધી જઈને લખાવી લેવું પડે. એક વાર લખવાનું શરૂ થાય એટલે પછી અમે લેખન-પ્રવાહમાં વહી જઈએ—ન પોતે લખાવતાં થાકે ન મને લખતાં રસ જરાય ઓછો થાય, એટલે અમારું ચાલે. … [પુસ્તકમાં લેખિકાના નિવેદનમાંથી]

‘ઈશ્વરે પગ આપ્યા છે તે પ્રવાસ કરવા માટે અને એનું વર્ણન લખવામાં ઓછો આનંદ નથી હોતો. આંખો આપી છે તે એની સૃષ્ટિનું નિરીક્ષણ કરવા માટે,’ એટલું જ્ઞાન નાનપણથી જ થયેલું હોવાથી જિંદગીમાં મેં ઘણા પ્રવાસો કર્યા છે. ભારતમાં તો ખૂણે ખૂણે જઈ આવ્યો છુ ,ં —કોક કોક ઠેકાણે તો અનેક વાર. અને સ્વરાજ થયા પછી પરદેશની મુસાફરી પણ ઓછી નથી કરી. આખી માણસજાતને રખડવામાં કંઈક અનેરો આનંદ આવે છે એ જાણતો હોવાથી મારા યાત્રાનંદનો સ્વાદ સમાનધર્મી લોકોને કરાવવા માટે વખતોવખત મેં થોડુકં લખ્યું પણ છે. પણ મોટી મોટી મુસાફરીનાં વર્ણનો લખવાનાં હજી ઘણાં બાકી જ રહ્યાં છે. હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકાનો અને ઉગમણા દેશ જાપાનનો એટલા ચાર પ્રવાસ જ અત્યાર સુધી આપી શક્યો છુ .ં પ્રવાસ કરતાં જ ે આનંદ આવે છે તેના કરતાં શર્ક રાદ્વીપ મોરિશિયસ અને બીજા ટાપુઓ લેૹ સરોજિની નાણાવટી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિૹ 1962 પેપર બૅક સાઇઝૹ 4.75 "× 7" પાનાંૹ 12 + 126 પ્રિન્ટ ઑન ડિમાન્ડ(P.O.D.)થી પ્રાપ્ય

364

છતાં મનમાં આવ્યું કે પોતે જ ગાવું, પોતે જ નાચવું અને પોતે જ વાજાં પણ વગાડવાં એ કંઈ સારું નહીં. એટલે મુસાફરીમાં મને સાથ આપનારા સાથીઓને મેં અનેક વાર કહી જોયું કે જાતે કશું ન લખવાનું વ્રત તોડો તો કશું બગડવાનું નથી. કેટલાક સાથીઓ થોડોક પ્રવાસ કરી થાકી જતા અથવા કંટાળી જતા. મારી મુસાફરીઓમાં જરાયે કંટાળ્યા વગર ઉત્સાહભેર મને સાથ આપ્યો છે ચિ. સરોજિનીએ. શરૂઆતમાં મારી સાથે મુસાફરી કરતાં ભલભલાની કસોટી થતી. પરં તુ ચિ. સરોજ ે કોઈ કાળે મુસાફરીની આનાકાની કરી નથી. સ્વરાજ્ય થવાની સાથે દેશના ભાગલા પડ્યા તે દિવસોમાં અનેક રમખાણો થયાં. એક વાર સ્ટેશન પર ગોળીબાર થયો. મુસાફરો આખી ટ્રેન ખાલી કરી નાસી ગયા. આગગાડીના સારથિ અને સંચાલક પણ ગાયબ! એવે વખતે પણ સરોજ ે મારી સાથે મુસાફરી કરી છે. મુસલમાનોથી ભરે લી ટ્રેનમાં ફક્ત અમે બે જ હિં દુઓ! લોકો સલાહ આપે કે આવાં આંધળિયાં શા માટે કરો છો? પણ સરોજ ે એવે વખતે પોતે ના ન પાડી અને મને પણ ન રોક્યો. એનો એક જ આગ્રહ કે પોતે સાથે રહે . મુસાફરીના આવા રસથી અમે ચારે ખંડની અનેક મુસાફરીઓ કરી છે અને સૃષ્ટિનિરીક્ષણના [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


એકબીજાના આનંદમાં સાથ આપ્યો છે એટલું જ નહીં, ઉમેરો પણ કર્યો છે. અને છતાં અત્યાર સુધી સરોજની મૂક-સેવાનો આગ્રહ હં ુ તોડી શક્યો ન હતો. હં ુ કહં ુ એટલું એ લખવા તૈયાર, પણ જાતે કશું લખે નહીં. અંગ્રેજી, ગુજરાતી, હિં દી અને મરાઠી સાહિત્ય અમે સાથે વાંચીએ, એની ચર્ચા કરીએ; પણ લેખ લખવાનું કહં ુ તો એની હં મેશ ના જ મળે. એક વખતે એણે હિં મત કરી અને મારી બેત્રણ ચોપડીઓના અનુવાદો કરી આપ્યા! આખરે અમારી એક છેલ્લી મુસાફરીમાં એણે હિં મત કરી અને મોરિશિયસ, રીયુનિયન, માલગાસે (માડાગાસ્કર) અને પૂર્વ આફ્રિકાના અમારા પ્રવાસનો આ વૃત્તાંત એણે લખી કાઢ્યો ખરો. છેલ્લાં બાવીસ વરસમાં ચિ. સરોજ ે મારું લખાણ એટલું બધું વાંચ્યું છે અને એટલું બધું લખ્યું છે કે મારી લેખનશૈલી, મારા ખાસ ખાસ શબ્દો અને વિચારો સાથે એનો પૂરેપૂરો પરિચય અને સમભાવ છે. મારા વતી એ કાગળ લખે છે ત્યારે મારી જ ભાષા લખે છે, ફક્ત, માણસ માણસ વચ્ચેના સંબંધમાં જ ે ભાષાની મીઠાશ આવવી જોઈએ તે એ ઉમેરે છે અને તે પરથી જ જાણી શકાય છે કે લખાણ મારું નથી, એનું છે. મોરિશિયસ દ્વીપની અમારી મુસાફરી અનુભવથી, આનંદથી અને મહત્ત્વથી એટલી બધી ભરે લી હતી કે એનું વર્ણન ગુજરાતી પ્રજાને આપ્યા વગર છૂટકો જ ન હતો અને મેં તો કશું લખવાની ધરાર ના પાડી. એટલે સરોજને લખવું જ પડ્યું, આ રીતે શર્કરાદ્વીપવાળી આ મીઠી ચોપડી વાચકોને મળે છે. મુસાફરીમાં સરોજ સાથે હોવાથી જ્યાં જાઉં છુ ં ત્યાં સ્ત્રી સમાજ સાથે પણ સંપર્ક સધાય છે. અને સરોજ એટલે ચિ. રૈ હાનાની આધ્યાત્મિક બહે ન. મુસલમાન સ્ત્રી સમાજમાં ભળતાં એને વિશેષ ફાવે છે. અને પરદેશમાં તો અમે જોયું છે કે આપણા नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

મોરિશિયસ

ીપની

અમારી

મુસાફરી

અનુભવથી, આનંદથી અને મહ�વથી એટલી બધી ભરેલી હતી કે એનું વર્ણન ગુજરાતી

પ્રજાને આપ્યા વગર છૂ ટકો જ ન હતો અને મેં

તો કશું લખવાની ધરાર ના પાડી. એટલે સરોજને

લખવું

પડ�ું,

રીતે

શર્કરા ીપવાળી આ મીઠી ચોપડી વાચકોને મળે છે

લોકો જ્યારે મુસલમાનોની રહે ણીકરણી રસ્મરિવાજો અને ધાર્મિક માન્યતાઓ સાથે સમભાવપૂર્વક ભળી જાય છે ત્યારે એ લોકો જાણે પોતાનું આખું હૃદય ખુશીથી અર્પણ કરી દે છે. હજારો વિષ્ટિઓ કરતાં આ આત્મીયતા વધારે પ્રભાવી નીવડે છે. ધાર્મિકતા, સંસ્કારિતા અને મહે માનનવાજી એક જ પ્રકારનાં હોઈ શકે એવી અંગ્રેજો જ ેવી સંકુચિતતા આપણા લોકોમાં ઘણી છે તેથી આપણે ઘણું ખોયું છે, ઘણું વેઠ્યું છે. પરિણામે આપણી હૃદયની સ્વાભાવિક ઉદારતા લગભગ બધી એળે જાય છે અને પછી આપણે નાહકની કડવાશ સેવીએ છીએ. મુસલમાન હોય કે ઈસાઈ હોય, અમેરિકન હોય કે જાપાની, આપણને જો પ્રેમપૂર્વક ભળતાં આવડે તો પછી આપણા લોકો કોઈ પણ ઠેકાણે અતડા દેખાય નહીં. સૌમનસ્યની યાત્રાઓમાં (સાદા તળપદા શબ્દોમાં કહીએ તો મીઠાશ અને મળતાવડાપણું કેળવવાને અંગે કરે લી મુસાફરીમાં) અમે જોયું છે કે સામાન્યપણે આપણી બહે નોને લોકો સાથે ભળતાં જ્યાં ત્યાં વિશેષ અગવડ જણાય છે. પરદેશમાં રહ્યા છતાં આપણી બહે નો બીજા સમાજો સાથે પૂરેપૂરી ભળતી નથી. જ ેઓ ભળે છે તે કેવળ 365


ભારત

સરકારે

હવે

મોરિશિયસ

સાથે

આગબોટનો વ્યવહાર વધારવો જોઈએ, જેથી

આપણા લોકોની અને ત્યાંના લોકોની આવજા

સુગમ થાય અને ધીમે ધીમે રોટી-બેટી-વ્યવહાર પણ વધવા માંડે. સંસ્કૃતિ પરિચય કરાવવા માટે

આપણે મંડળો મોકલવાનાં હશે જ. પણ આપણા

લોકો માટે રોટી-બેટી-વ્યવહાર એ જ સંસ્કૃતિના આદાનપ્રદાનનો સર્વોત્તમ ઉપાય છે

પશ્ચિમી અથવા અંગ્રેજી ઢબે. એટલે એનો લાભ નથી મળતો આપણા દેશને કે એની પીઢ સંસ્કૃતિને. આવી વસ્તુસ્થિતિ હોવાને લીધે ચિ. સરોજની મદદ મને કીમતી જણાઈ છે. અમેરિકામાં પણ હોટેલોમાં ન રહે તાં લોકોના ઘરમાં રહે વાનો મેં મારો આગ્રહ ચલાવ્યો. ત્યાં જો સરોજ સાથે ન હોત તો કોણ જાણે કેવી છાપ પાડી હં ુ પાછો આવ્યો હોત. ચિ. સરોજને પશ્ચિમના લોકોનો અને એના સાહિત્યનો સરસ પરિચય હોવાથી અમારું કામ સરસ ચાલતું. મારું અણઘડપણું મોટે ભાગે ઢંકાઈ જતું. મને લાગે છે કે અમારી ચારે ખંડની મુસાફરીનું વર્ણન લખવાનું સરોજ ે માથે લીધું હોત તો એ સાહિત્ય વધારે ઉપયોગી અને ખુશબોદાર થાત. શર્કરાદ્વીપમાં અમે ફર્યાં તે વખતના લખેલા કેટલાક કાગળો અને મારાં ભાષણોની પોતાની નોંધો ઉપરથી અને અમે કરે લા નિરીક્ષણથી અને લોકો પાસે મળેલા પ્રેમના રસાયણથી આ ચોપડી લખાઈ છે. તેથી મારા પ્રવાસ સાહિત્યમાં આની ભાત નોખી જ પડશે. મેં જ ેટલા પ્રવાસો કર્યા તેમાં સૃષ્ટિનું સૌંદર્ય અને ભવ્યતાના રસ માણવા ઉપરાંત દેશવાસીઓના 366

જીવનનો પરિચય પણ થવો જોઈએ. એ બંને ઉદ્દેશ મેં મનમાં સરખા જ રાખેલા છે. છેલ્લે છેલ્લે એમાં એક વિશિષ્ટ હે તુ ઉમેરાયો. બ્રિટિશકાળ દરમિયાન, ગોરા લોકોએ પોતાની સગવડ ખાતર આપણા લોકોને ગિરમીટિયા તરીકે લઈ જવાનો અને ત્યાં વસાવવાનો પ્રયોગ કર્યો. ઉપલા વર્ગની આપણી પ્રજા ગફલતમાં હતી એટલે આપણે એ નામોશીભર્યા પ્રયોગો થવા દીધા. પણ એ પ્રયોગોમાંથી પણ અંતે કેટલાંક સારાં પરિણામો નીપજ્યાં છે. અત્યંત પ્રતિકૂ ળ પરિસ્થિતિમાં રહે વું પડવાથી આપણા લોકોની જીવટ[હૃદયની દૃઢ વૃત્તિ] ની કસોટી થઈ. તેમણે કેટલીક શક્તિઓ ખાસ કેળવી અને કેવળ પોતાની ધીરજ અને બાહોશીથી તેમણે તે તે ઠેકાણે તે તે ભૂમિમાં અને સમાજમાં પોતાનાં મૂળિયાં ઉતાર્યાં. અને વિશેષ તો એ કે બધી રીતે હે રાન થયા છતાં એમણે પોતાની સંસ્કૃતિનું સ્મરણ કાયમ રાખ્યું અને ભારતભક્તિ અલોપ થવા ન દીધી. એવા એ આપણા લોકો તે તે દેશમાં કેમ રહે છે; આસપાસના બીજા સમાજના લોકો સાથે તેમના સંબંધો કેવા છે એ બધું જોવું, તે તે દેશની પરિસ્થિતિ પરત્વે ઉત્પન્ન થયેલા ત્યાંના સવાલોનું અધ્યયન કરવું, અને પોતાનું વ્યક્તિત્વ સાચવતા છતાં ત્યાંના ભિન્ન ભિન્ન સમાજના લોકો સાથે ઓતપ્રોત કેમ થવું એનો ઉકેલ શોધવા અને ઈશ્વરની આ નાનીમોટી પ્રયોગશાળાઓમાં સંસ્કૃતિસમન્વયના જે અખતરાઓ ચાલે છે તેમાં ભારતીય સંસ્કૃતિનાં કયાં કયાં વિશ્વ-કલ્યાણકારી તત્ત્વો કામમાં આવી શકે અને કયાં તત્ત્વો કાળગ્રસ્ત થયેલાં હોવાથી છોડી દેવાં જોઈએ એ વિવેક એમને સમજાવવો એ પણ એક ઉદ્દેશ ઉમેરાયો. એનું પ્રતિબિંબ આ ચોપડીમાં પૂરતા પ્રમાણમાં મળશે. આપણા લોકો પૂર્વ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા, સિલોન, બ્રહ્મદેશ, ફીજી, ત્રિનીદાદ, બ્રિટિશ ગિયાના, [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


સૂરીનામ (ડચગિયાના), જમૈકા આટલા પ્રદેશોમાં ઠીક ઠીક સંખ્યામાં વસેલા છે. પણ મોરિશિયસની વાત તો એથીયે જુ દી છે. ત્યાં રાજ ભલે અંગ્રેજોનું હોય અને જાગીરદાર જ ેવા જમીનદારો ભલે થોડા ફ્રેંચ લોકો હોય, મોરિશિયસની મુખ્ય પ્રજા તો મૂળે ભારતની જ છે. ત્યાંનું રાજ ચલાવવામાં હવે આપણા લોકોનો ફાળો સારો સરખો છે. ત્યાંના સમગ્ર જીવનમાં આપણી સંસ્કૃતિનો ફાળો હવે પછી પ્રભાવશાળી થવો જોઈએ. મૌલાના અબુલ કલામ આઝાદ દ્વારા હમણાં હમણાં સ્થપાયેલી ઇંડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રીલેશન્સ એ અર્ધ-સરકારી સંસ્થાનો હં ુ ઉપાધ્યક્ષ હતો તે દરમિયાન પરદેશમાં સાંસ્કૃતિક સંબંધ વધારવાની દૃષ્ટિએ મેં જ ે જ ે મુસાફરીઓ કરી તેના અનુભવનો નિચોડ મારે દેશ આગળ મૂકવો જ છે. અનેક દૃષ્ટિએ ભારત માટે એ પ્રશ્ન મહત્ત્વનો છે અને જતે દહાડે એનું મહત્ત્વ વધવાનું છે. હમણાં હમણાં એટલે કે સન ૧૯૫૯માં મોરિશિયસના ટાપુની મેં મુલાકાત લીધી અને આઠેક દિવસ ત્યાં ગાળ્યા. મારી આવી મુસાફરીઓને પંડિત જવાહરલાલજીનું હં મેશાં પ્રોત્સાહન રહ્યું છે. એમની સાથે કામ કરનાર શ્રી મણિભાઈ દેસાઈની ભલામણથી મોરિશિયસના આપણા તે વખતના કમિશનર શ્રી જગન્નાથ ધમીજા અને એમનાં પત્ની શ્રીમતી દેવિકાબહે ને અમારી બધી સગવડો સાચવી અને સ્થાનિક લોકોએ તો અમારું એટલું બધું ઊલટભેર સ્વાગત કર્યું કે એ આઠ દિવસોમાં મોરિશિયસના લગભગ બધા લોકોને અમે જોઈમળી શક્યાં. અમે ૩૦-૪૦ માઈલના વિસ્તારના એ ટાપુનું અને એનાં રમણીય સ્થળોનું અનેક દૃષ્ટિએ દર્શન કર્યું. દિવસરાતના ભરચક કાર્યક્રમમાં દિવસો કેમ પસાર થયા એ ધ્યાનમાં પણ આવ્યું નહીં. ભારતથી અઢી ત્રણ હજાર માઈલ દૂર પણ नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

હિં દી મહાસાગરમાં જ વસતા આપણા લોહીના લોકોની સ્થિતિનું વર્ણન ગુજરાતી વાચકોને આ ચોપડીમાં મળશે. અહીં માલગાસે ટાપુ વિશે માહિતી વધારે આવી નથી. કેમ કે અમે એને વધારે વખત આપી ન શક્યાં. અમારા ત્યાં જઈ આવ્યા પછી માલગાસે લોકોને સ્વરાજના હકો મળ્યા છે, જોકે ત્યાં અધિરાજ્ય ફ્રાંસનું જ છે. એ બેટ સાથે આપણા લોકોનો સંબંધ બહુ જ પ્રાચીન છે (ઇતિહાસપૂર્વકાલીન સંબંધ વિચારતાં એ ભૂમિ એક વખતે ભારત સાથે સંલગ્ન હતી!). છેલ્લા કેટલાક સૈકાઓ થયાં ગુજરાતીઓનો સંબંધ માડાગાસ્કર સાથે સારોસરખો હતો. ત્યાં ફ્રેંચોનું રાજ થયું એટલે એમણે આપણો સંબંધ પ્રયત્નપૂર્વક તોડ્યો. હવે દુનિયાની હાલત બદલાઈ છે. ભવિષ્યમાં માલગાસે લોકો સાથેનો આપણો સહકાર વધવાનો જ. અહીં એક આગાહી કરવાનું મન થાય છે. ભલે લોકો એને વધારે પડતી ગણેૹ યુરોપને ઉત્તરપશ્ચિમ કિનારે જ ે મહત્ત્વ બ્રિટનનું છે, એશિયાની ઉત્તરપૂર્વે જ ે મહત્ત્વ જાપાનનું રહ્યું છે એવું જ મહત્ત્વ આફ્રિકા ખંડની પૂર્વે આવેલા એટલા જ મોટા આ માલગાસે ટાપુને જતે દિવસે મળવાનું છે. ત્યાંના લોકોને આગળ આવવામાં જો આપણે મદદ કરીએ તો વિશ્વસેવામાં આપણો એ એક સારોસરખો ફાળો ગણાશે. મોરિશિયસનાં મારાં અનેક વ્યાખ્યાનોમાં ત્યાંના રામકૃ ષ્ણ મિશન આગળનું મારું વ્યાખ્યાન સૌથી મહત્ત્વનું હતું. કેમ કે ત્યાં એ ટાપુના મહત્ત્વના બધા જ લોકો ભેગા થયા હતા. મારું એ ભાષણ ત્યાંના મિશને છાપ્યું છે. એ હાથમાં આવ્યું હોત તો તેનું ગુજરાતી કરી પરિશિષ્ટરૂપે અહીં આપવાનો ચિ. સરોજનો વિચાર હતો. એ ભલે ન આપી 367


શકાયું. એ વ્યાખ્યાનમાં રજૂ કરે લી દૃષ્ટિનો ઇશારો આ ચોપડીમાં જ્યાં ત્યાં વેરાયેલો છે જ. અમારી એ મુસાફરી પછી મોરિશિયસમાં ઉપરાઉપરી બે મહા-વંટોળ (સાયક્લોન) વાયા અને પાર વગરનું નુકસાન થયું. મકાનો જમીનદોસ્ત થયાં, મહાવૃક્ષો તૂટી પડ્યાં અને ખેતરો ખેદાનમેદાન થયાં. આવી વિપત્તિ વખતે ભારત સરકાર તરફથી સારીસરખી મદદ ત્યાં વખતસર અને સૌથી પહે લાં પહોંચી. એની અસર ત્યાંની પ્રજા પર ઘણી સારી થઈ. વિલાયત સરકારે પણ મદદ મોકલી ખરી, પણ તે પાછળથી. ભારત સરકારે હવે મોરિશિયસ સાથે આગબોટનો વ્યવહાર વધારવો જોઈએ, જ ેથી આપણા લોકોની અને ત્યાંના લોકોની આવજા સુગમ થાય અને ધીમે

ધીમે રોટી-બેટી-વ્યવહાર પણ વધવા માંડ.ે સંસ્કૃતિ પરિચય કરાવવા માટે આપણે મંડળો મોકલવાનાં હશે જ. પણ આપણા લોકો માટે રોટી-બેટી-વ્યવહાર એ જ સંસ્કૃતિના આદાનપ્રદાનનો સર્વોત્તમ ઉપાય છે. આપણા લોકો હવે પહે લાં કરતાં વધારે પ્રવાસ કરવા લાગ્યા છે. સ્વરાજ થયા પછી લોકોની દૃષ્ટિ પણ વ્યાપક થઈ છે. દરે ક ઠેકાણે સ્વમાન સાચવીને પ્રજાની સેવા કરવાની વૃત્તિ પણ જાગી છે. આવી બદલાયેલી પરિસ્થિતિમાં હવે નવા લોકો નવી ઢબે પ્રવાસવર્ણનો લખશે અને દેશવાસીઓને દુનિયાની પરિસ્થિતિથી વાકેફ કરશે. શર્કરાદ્વીપ મોરિશિયસ એવા સાહિત્યની આગાહી રૂપે ગણાય.

काका कालेलकर

પ્રવાસી પંખી કાકાસાહે બ ગામડામાં બહુ રહ્યા છે એમ ન કહે વાય, કેમ કે એ એક પ્રવાસી પંખી છે. પણ તેઓ કહે છે એ પ્રમાણે “કેટલાક માણસો પીંછા ઉપરથી પંખીને પારખી શકે છે.” એ ઉક્તિ એમને બહુ અંશે લાગુ પડે છે. જ ેમ એ થોડાં પાનાં ઉથલાવીને પુસ્તક વાંચી શકે છે એમ ગામડાની દશાનું એક ચિહ્ન જોઈને એ આખી કલ્પના એમના મનમાં ખડી કરી શકે છે. એમણે તારવેલાં કેટલાંય મંતવ્યો વીસ વીસ વર્ષે પણ આજ ે આપણને સાચાં પડતાં જણાય છે, એથી જ કેટલાક એમને દૃષ્ટા કહે વા લલચાય છે. એમનો સમાજશાસ્ત્રનો અભ્યાસ ભલભલાને છક કરી દે છે. ગામડા વિશે એમણે ખૂબ વિચાર્યું છે. ૧૯૩૪ના ‘હરિજનબંધુ’માં ‘ગ્રામસેવકની કાર્યપદ્ધતિ’ નામનો એમણે જ ે લેખ લખ્યો છે એમાં ગ્રામપ્રશ્નોનો એમણે કેટલી ઝીણવટથી અને વ્યવહારુ દૃષ્ટિથી વિચાર કર્યો છે એનો આજ ે પણ આપણને પ્રત્યક્ષ અનુભવ થાય છે. ગ્રામજનતા માટે, ગામડાના ઉદ્યોગી વર્ગ માટે એમના દિલમાં કેટલો પ્રેમ ભર્યો છે એનો પરિચય તો એમણે શરૂ કરે લી ‘નવજીવની પૂર્તિ’એ જ કરાવી આપ્યો હતો. ‘લોકજીવન’માં એમણે ગામડા વિશે એમની કેટલીક રમ્ય અને મૂળગત કલ્પનાઓ આપી છે. પણ ગ્રામસેવાના કાર્યમાં એમનો સૌથી વિશેષ ફાળો તો કાર્યકર્તાઓ તથા વિદ્યાર્થીઓ સાથેના એમના બહોળા પત્રવ્યવહાર દ્વારા એમણે પ્રેરણા અને માર્ગદર્શન આપવું એ છે. જ ેની સાથે એમનો પત્રવ્યવહાર શરૂ થયો એના જીવનમાં થોડેઘણે અંશે પરિવર્તન આવવાનું જ. બબલભાઈ મહે તા 368

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


अग्निसंभव

સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ (લે. મોહનદાસ કરમચંદ ગાંધી)

આશ્રમ એટલે અહીં સામુદાયિક ધાર્મિક જીવન એવો અર્થ છે. આવો આશ્રમ, મને લાગે છે કે, મારા સ્વભાવમાં જ હતો, એમ વર્તમાનની દૃષ્ટિએ ભૂતકાળને જોતાં મને ભાસે છે. જ્યારથી હું નોખું ઘર વસાવતો થયો ત્યારથી જ મારું ઘર, ઉપરની વ્યાખ્યાની બે શરત પ્રમાણે આશ્રમ જ ેવું થઈ ગયું હતું, કેમ કે ગૃહસ્થાશ્રમ ભોગને સારુ નહીં પણ ધર્મને સારુ ચાલ્યો એમ કહે વાય. વળી તેમાં કુ ટુબ ં ીજન ઉપરાંત બીજા કોઈ ને કોઈ મિત્રો હોય જ. અને તે કાં તો ધાર્મિક સંબંધને લીધે આવ્યા હોય અથવા તેમના આવ્યા પછી તે સંબંધને ધાર્મિક બનાવવાનો મેં પ્રયત્ન કર્યો હોય.  … [પુસ્તકમાં લેખકના પ્રારં ભિક લખાણમાંથી, તા. ૫-૪-૧૯૩૨]

જ્યારે જ્યારે પૂ. બાપુજી જ ેલ જતા ત્યારે ત્યારે આવો છો. અમારામાં તો એવું કશું છે જ નહીં કે અમે એમની પાસેથી કાંઈ ને કાંઈ લખાણની માગણી કરતા. એક વખત મેં એમની પાસેથી એક ધાર્મિક પાઠમાળાની માગણી કરી. એના બદલામાં પૂ. બાપુજીએ તેરેક પાઠોની બાળપોથી તૈયાર કરી આપી. પણ એની પાછળની કલ્પના અમને સમજાવી કહ્યું કે, એ કલ્પના માન્ય હોય તો જ એ બાળપોથી છપાવવી. બાપુજીની કલ્પના એટલી બધી ક્રાંતિકારી હતી કે અમે કોઈ એ સ્વીકારી ન શક્યા અને એ બાળપોથી હજીયે અણછપાયેલી જ રહી છે. બીજી એક વાર એમને મેં કહ્યું કે, ‘આપે આત્મકથા લખી છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પણ લખ્યો છે. હવે અમને સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ આપો. આપ અનેક વાર કહો છો કે, મુસાફરી કરતાં કરતાં જ્યારે શ્રદ્ધાનું ભાથું ખૂટ ે છે ત્યારે આપ ફરી નવી પ્રેરણા લેવા માટે આશ્રમમાં સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ લે.ૹ મોહનદાસ કરમચંદ ગાંધી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિૹ 1948 પાનાંૹ 104 પ્રિન્ટ ઑન ડિમાન્ડ(P.O.D.)થી પ્રાપ્ય

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

અમ આશ્રમવાસીઓ પાસેથી આપને કાંઈ ભાથું મળે. ઊલટુ,ં અમે અમારી અલ્પતાને કારણે આપને ઘણી વાર મૂંઝવીએ છીએ! અને આપની આશ્રમમાં આવવાની રાહ જોઈએ છીએ. આશ્રમનો આદર્શ અને એ પ્રયોગ પાછળથી શ્રદ્ધા આપને નવી નવી પ્રેરણા આપતાં હશે ખરાં. માટે એ બધું વિગતવાર અમને લખી આપો. આશ્રમ ચલાવતાં અમારે લીધે આપને જ ે તકલીફ થાય છે, અમારા દોષોને લીધે આશ્રમના વિકાસમાં જ ે બાધા આવે છે, તે બધું વિનાસંકોચે આપ લખશો. અમારી દયા ખાતા નહીં. સત્યાગ્રહાશ્રમ એ આધુનિક ભારતનો એક અદ્ભુત ધાર્મિક-સામાજિક પ્રયોગ છે. રાજનીતિ અને અર્થનીતિ બંનેમાં ક્રાંતિ કરનારો છે. એનું સાચું અને વિગતવાર બયાન દુનિયા આગળ આવવું જ જોઈએ. આપે જ આત્મકથામાં લખ્યું છે કે, “ભલે મારા જ ેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂ કં ો ન બનો.” એ જ ન્યાય અમને લાગુ કરી આશ્રમનો ઇતિહાસ ભવિષ્યની પ્રજા માટે લખી આપો.’ ‘બનશે તો લખીશ ખરો. પણ ખરું જોતાં એ કામ તમારું બધાનું છે. તમારી મારફતે એ પ્રયોગ થાય છે. તમારે જ એનો ઇતિહાસ લખવો જોઈએ,’ એ મતલબનો એમણે જવાબ વાળ્યો. 369


સન ૧૯૧૫માં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી તે પહે લાં ગાંધીજીએ એ આશ્રમની કલ્પના લખી

કાઢી અને એને માટે બેત્રણ નામો સૂચવી એક પરિપત્ર હિં દુસ્તાનના અનેક વિચારકો, સેવકો

અને નેતાઓ ઉપર મોકલ્યું હતું. એની સાથે આશ્રમનાં વ્રતોનું વિવેચન પણ મૂક્યું હતું. એ ૧૧ વ્રતોમાંનાં સત્ય, અહિં સા, બ્રહ્મચર્ય, અસ્તેય

અને અપરિગ્રહ એ પાંચ વ્રતો યોગમાર્ગમાં યમ તરીકે ઓળખાય છે. વૈદિક તેમ જ બૌદ્ધ, જૈન ઇ. બધી જ પરંપરાઓમાં આ યમોનું મહત્ત્વ બતાવેલું છે

જ ેલમાંથી જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે , કટકે કટકે લખેલો અને સાવ અધૂરો રહે લો ઇતિહાસ તેઓ લઈ આવ્યા. લખાણ એકધારું ન હતું. એમણે કહ્યું કે, ‘આ કામ પૂરું નથી કરી શક્યો. ફરી વાર તપાસી જવાની જરૂર છે જ. અધૂરું લખાણ પૂરું કરી શકીશ કે નહીં એ પણ હં ુ જાણતો નથી. જ ેવું છે તેવું છાપવા લાયક સ્થિતિમાં નથી. સુધારાઓ કર્યા પછી જ આપીશ.’ મેં કહ્યું, ‘તે ભલે, પણ અત્યારે છે એની નકલ કરાવી લઈશ.’ મેં હસ્તલિખિત ઝડપી જ લીધું. અને શ્રી મગનભાઈ દેસાઈ પાસેથી એની ત્રણચાર નકલો કરાવી. એક નકલ પૂનામાં પ્રો. જયશંકરભાઈ ત્રિવેદી પાસે રાખી. બીજી શ્રી મગનભાઈએ વિદ્યાપીઠમાં રાખી. ત્રીજી મેં નવજીવનને આપી હશે. મૂળ લખાણ હમણાં ક્યાં છે, કોની પાસે છે, તેની તપાસ કરવી રહી. એ લખાણ પર એમનો હાથ ફરે એમ હવે રહ્યું નથી. પૂરું તો ક્યાંથી જ થાય! એટલે એ જ ેવું છે તેવું એક વાર પ્રજા આગળ મૂકવાનું નક્કી કર્યું  છ.ે આશ્રમની પ્રવૃત્તિઓ કેમ વધતી ગઈ તેનો આછો સરખો ઇતિહાસ આ પ્રકરણોમાં મળે છે. આશ્રમની પ્રાર્થના, અમારું સંયુક્ત રસોડુ,ં જાજરૂ-સફાઈ, 370

ખાદીકામ, ખેતી, ગૌશાળા, રાતમાં આવતા ચોરો અને તેમની સામેની ચોકી, આશ્રમમાં થયેલાં વિવાહો અને મરણો વગેરે અનેક પ્રકરણો જ ેટલાં રસપ્રદ છે તેટલાં જ હિં દુસ્તાનના નવનિર્માણની દૃષ્ટિએ મહત્ત્વનાં છે. સન ૧૯૧૫માં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી તે પહે લાં ગાંધીજીએ એ આશ્રમની કલ્પના લખી કાઢી અને એને માટે બેત્રણ નામો સૂચવી એક પરિપત્ર હિં દુસ્તાનના અનેક વિચારકો, સેવકો અને નેતાઓ ઉપર મોકલ્યું હતું. એની સાથે આશ્રમનાં વ્રતોનું વિવેચન પણ મૂક્યું હતું. એ ૧૧ વ્રતોમાંનાં સત્ય, અહિં સા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ વ્રતો યોગમાર્ગમાં યમ તરીકે ઓળખાય છે. વૈદિક તેમ જ બૌદ્ધ, જ ૈન ઇ૰ બધી જ પરં પરાઓમાં આ યમોનું મહત્ત્વ બતાવેલું છે. રાજદ્વારી સ્વરાજ્ય મેળવવા માટે અને સામાજિક સુધારા દ્વારા બહુધર્મી ભારતીય જનતાના ઉદ્ધારને અર્થે ચલાવેલા આશ્રમમાં આ યમોની સુધારે લી આવૃત્તિ ફરી જાગ્રત થયેલી જોઈ, જૂ ના અને નવા બધા જ વિચારના લોકોને આશ્રમ વિશે કુ તૂહલ અને આદરની લાગણી જન્મી. આશ્રમનાં એ વ્રતોનું વિવેચન અથવા ભાષ્ય સન ૧૯૩૦માં ગાંધીજીએ યરવડા જ ેલમાંથી દર મંગળવારે સવારે લખીને મોકલ્યું હતું. મંગળ પ્રભાતના નામથી એ ઓળખાય છે. પણ એ બધું વિવેચન તાત્ત્વિક હતું. એ વ્રતોના પાલનમાં ઊભી થયેલી મુશ્કેલીઓ અને એમાંથી ખીલેલી વિચારણા આશ્રમના આ ઇતિહાસમાં જ મળી શકે છે. સત્યવ્રત પાળતાં અને પળાવતાં આવતી મુશ્કેલીઓને લીધે જ ે પ્રશ્નો ઉત્પન્ન થયા તેનું વર્ણન આ ઇતિહાસમાં પ્રાયશ્ચિત્ત અને ઉપવાસ એ બે પ્રકરણોમાં જ ેટલું વિસ્તારપૂર્વક આવ્યું છે તેટલું ગાંધીજીનાં લખાણોમાં બીજ ે ક્યાંય આવ્યું નથી. [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


અસ્પૃશ્યતાનિવારણ માટેનું આત્મશુદ્ધિનું વાતાવરણ જમાવતાં ગાંધીજીને આશ્રમમાં જ કેટલી મુશ્કેલી પડેલી તેનો કરુણભવ્ય ચિતાર, આત્મકથામાં છે તેના કરતાંયે અહીં વધારે સારી રીતે આવ્યો છે. એ આખું પ્રકરણ અત્યંત સંયમપૂર્વક લખેલું હોવાથી એની તેજસ્વિતા આપણું ધ્યાન વધારે ખેંચે છે. સ્વદેશી વ્રતનો વિકાસ પણ કેમ થતો ગયો એનો ટૂ કં ો ઇતિહાસ અહીં જ ક્રમસર મળે છે. આશ્રમની સ્થાપના સાથે, આશ્રમની અંદર જ પણ એક સ્વતંત્ર સંસ્થા તરીકે, બાપુજીએ એક કેળવણીનો પ્રયોગ ચલાવ્યો. એ પ્રયોગ ચલાવનારાઓએ આશ્રમનું વાતાવરણ સ્વીકાર્યું હતું. પણ આશ્રમનાં વ્રતો અને નિયમો તેમને કડક રીતે બંધનકર્તા ન હતાં. એક જ વાતાવરણની અને એક બાપુજીની જ પ્રેરણાથી ચાલતી બે સંસ્થાઓનું જીવન નોખું થઈ શકતું ન હતું અને એકબીજાને સંભાળી લેવાની કળા અમે કેળવી શક્યા ન હતા. પરિણામે, બંને બાજુ ના અમે, પૂ. બાપુજીને જ ેટલો ક્લેશ આપ્યો તેટલો ભાગ્યે જ બીજા કોઈએ આપ્યો હશે. ઉદ્ધવ અને અક્રૂરના[બંને શ્રીકૃ ષ્ણના કાકા અને ભક્ત] ઝઘડાથી શ્રીકૃ ષ્ણની જ ે દશા એમણે પોતે નારદ આગળ વર્ણવી છે, તેવી દશા પૂ. બાપુજીની થયેલી. તેનો ઇશારો પણ આ ઇતિહાસમાં મળે છે. અને એની સાથે કેળવણીને અંગે પોતાના જ ે વિચારો સન ૧૯૩૨માં બંધાયા હતા તે પણ અહીં એમણે આપ્યા છે. એ વિચારોમાં પાયાની કેળવણી અથવા બુનિયાદી તાલીમનું પ્રાથમિક સ્વરૂપ આપણને જોવાને મળે છે. આ એક મોટો લાભ છે. મારે કહે વું જોઈએ કે, એ બધા વિચારો શાળાના શિક્ષકોને પૂર્ણપણે માન્ય હતા. અમુક સિદ્ધાંત ઉપર કેટલો ભાર મૂકવો અને બેત્રણ તત્ત્વો વચ્ચે સમન્વય કેમ સાધવો એ વિશે મતભેદો જરૂર હતા. પણ મુખ્ય મુશ્કેલી, બંને સંસ્થા ચલાવતાં, જ ે તંત્રની नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

મુશ્કેલીઓ આવતી હતી તેને અંગે હતી. તે વખતના એ કેળવણીવિષયક અથવા પૂ. બાપુજી કહે તા તેમ, આધ્યાત્મિક ઝઘડામાંથી જ વર્ધા યોજનાનું સ્વરૂપ નક્કી થયું અને બાપુજી એ નિર્ણય ઉપર આવ્યા કે રાષ્ટ્રીય મહત્ત્વના ગ્રામ-ઉદ્યોગો ખીલવવાનું કામ કેળવણીકારના હાથમાં સોંપવું જોઈએ અને તે કેળવણીની ઢબે થવું જોઈએ. સત્યાગ્રહ આશ્રમના અલૌકિક પ્રતિભાશાળી સંસ્થાપકના હાથે લખાયેલો આ ઇતિહાસ થોડોક આરં ભ કરીને અટકી ગયો એ દુ:ખની વાત છે. સત્યાગ્રહાશ્રમ સંકેલીને, સાબરમતી છોડીને, તેઓ વર્ધા રહે વા આવ્યા ત્યારે એમણે અમ બેત્રણ આશ્રમવાસીઓને કહે લું કે, સત્યાગ્રહાશ્રમમાં આપણે જ ે સામુદાયિક આધ્યાત્મિક જીવન ખીલવ્યું હતું તેને અંગે વખતોવખત કરે લા, ફે રવેલા અને સુધારે લા નિયમોનો સંગ્રહ કરો અને વિગતવાર લખી કાઢો. આશ્રમ-સ્મૃતિ તરીકે એ કામ આવશે. એને માટે મેં પચાસેક મથાળાં તૈયાર કરી બાપુજીને બતાવ્યાં હતાં. એમણે કહ્યું કે આમાં બધું આવી જશે. પણ હં ુ પ્રાર્થનાના એક પ્રકરણ ઉપરાંત હજી વધુ લખી શક્યો નથી. બીજાઓએ પણ આ દિશામાં હજી કશો પ્રારં ભ કર્યો નથી. શ્રી જુ ગતરામભાઈએ આત્મરચના અથવા આશ્રમી કેળવણી કરીને એક વિસ્તૃત ચોપડી લખી છે, પણ તેનો ઉદ્દેશ જુ દો છે. આશ્રમના કામમાંથી મુક્ત કરીને બાપુજીએ જ્યારે મને ગૂજરાત વિદ્યાપીઠ ચલાવવા ત્યાં મોકલ્યો ત્યારથી (સન ૧૯૨૭) આશ્રમની પ્રવૃત્તિ સાથેનો મારો સંબંધ ઓછો થયો. પછી તો સવાર-સાંજની પ્રાર્થના અને સાબરમતીના કિનારા પરની એની જગા એટલો જ સત્યાગ્રહ આશ્રમ છે એમ કલ્પી તમામ આશ્રમપ્રવૃત્તિને ઉદ્યોગમંદિરનું નામ આપ્યું અને સન ૧૯૩૩ની લડતને અંતે ખેડૂતોને હે રાન કરનારી સરકારી નીતિના નિષેધના રૂપમાં બાપુજીએ 371


અહિં સાપરાયણ સર્વોદય સમાજ સ્થાપ્યો છે. બાપુજીની તમામ રચનાત્મક પ્રવૃત્તિઓનું પણ સર્વસેવા-સંઘ જ ેવા જ કોઈ નામથી એક સાર્વભૌમ સંગઠન ઘડાય છે. આમ, દક્ષિણ આફ્રિકામાં સ્થપાયેલા નાનકડા ફિનિક્સ આશ્રમનો ક્રમે ક્રમે વિકાસ થતો જાય છે. સર્વોદય સમાજ હમણાં તો હિં દુસ્તાનમાં જ ખીલેલો દેખાશે. પણ એનો વિકાસ ત્યાં જ અટકશે એમ માનવાનું કારણ નથી. પૂ. ગાંધીજીની આશ્રમજીવનની કલ્પના એક યુગપ્રવૃત્તિ છે. આવી યુગપ્રવૃત્તિનો વિસ્તાર, મૂળ કલ્પના સિદ્ધ થાય નહીં ત્યાં સુધી, વધતો જ જવાનો. વિશાળ જીવનવ્યાપી એક સાર્વભૌમ કલ્પના સિદ્ધ થવા માટે એક કલ્પ જ ેટલો સમય જાય તો તેમાં કશું અજુ ગતું નથી. ફિનિક્સ એ પશ્ચિમ તરફનાં પુરાણોમાં વર્ણવેલું એક કાલ્પનિક પક્ષી છે. એની ઉત્પત્તિ સામાન્ય પક્ષીઓની પેઠ ે ઈંડામાંથી નથી થતી. ફિનિક્સ પોતે ઉત્પન્ન કરે લા અગ્નિમાં પોતાને બાળી દે છે. અને એની એ ચિતાભસ્મમાંથી નવું ફિનિક્સ જન્મ લે છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ સ્થાપેલા ‘ફિનિક્સ સેટલમેન્ટ’ પછી સાબરમતીને કિનારે સ્થપાયેલો સત્યાગ્રહ આશ્રમ, એનો વિસર્જન સાથે ખીલેલો ગાંધી-સેવા-સંઘ, એના વિસર્જન પછી અને પૂ. બાપુજીના બલિદાન પછી હિં દના સ્વાતંત્ર્યના ઉદય સાથે જન્મ પામતો સર્વોદય સમાજ : એ પરં પરા પણ એ પૌરાણિક પક્ષીના અગ્નિસંભવ જ ેવી જ છે. એ દરે ક જન્મનો નોખો નોખો સવિસ્તર ઇતિહાસ આપણને મળવો જ જોઈએ.

આશ્રમનું કાયમનું વિસર્જન કર્યું અને એ ઉજ્જડ આશ્રમનો કબજો સરકાર લેતી નથી એમ જોઈ, અઢાર વરસ સુધી ચાલેલા આશ્રમની તમામ સ્થાવર મિલકત હરિજનસેવાને કાજ ે અર્પણ કરી. આજ ે એ આશ્રમભૂમિ ઉપર હરિજન બાળાઓનું એક છાત્રાલય ચાલે છે અને હરિજન બાળકોને ઉત્તમમાં ઉત્તમ બુનિયાદી કેળવણી ત્યાં અપાય છે. સત્યાગ્રહ આશ્રમના વિસર્જન પછી સ્વ. શ્રી જમનાલાલજીની પ્રેરણાથી સ્થપાયેલો ગાંધી-સેવા-સંઘ વિશેષ રૂપે ખીલ્યો. એ સંસ્થાનો ઉદ્દેશ ગાંધીજીના સિદ્ધાંતોમાં માનનારા હિં દુસ્તાનભરના તમામ સેવકોની પ્રવૃત્તિનું સંગઠન કરવાનો અને તેમને જરૂરી મદદ પહોંચાડવાનો હતો. એ પ્રવૃત્તિ પાંચસાત વરસ સુધી ધમધોકાર ચાલી. અનેક રાજદ્વારી અને આંતરિક કારણોને લીધે સન ૧૯૪૦ ના પ્રારં ભમાં એ સંઘનું વિસર્જન કરવું પડ્યું. હિં દુસ્તાન સ્વતંત્ર થયા પછી અને એની સાથે હિં દુસ્તાનના ભાગલા થયા પછી દેશની આખી સ્થિતિ બદલાઈ છે. ગાંધીજીના સિદ્ધાંતો અને એમણે ચલાવેલી રચનાત્મક પ્રવૃત્તિઓ બંનેનો હિં દ સરકારે અમુક દરજ્જે સ્વીકાર કર્યો છે, અને એ જ સિદ્ધાંતો અને એ જીવનક્રમ પોતાના જીવનમાં ઓછાવત્તા પ્રમાણમાં દાખલ કરનાર લોકોની મોટી સંખ્યા આખા દેશમાં ફે લાયેલી છે. સત્યાગ્રહાશ્રમ અથવા ગાંધી-સેવા-સંઘ કરતાં તે ઘણી વિશાળ થઈ છે. અને હવે એમને દોરવા માટે પૂ. બાપુજી નથી એટલે એ લોકોએ હમણાં જ સેવાગ્રામમાં ભેગા થઈ એક ૨

આધુનિક જમાનામાં જ્યારે શારીરિક તેમ જ માનસિક રોગો વધી પડ્યા છે ત્યારે એનો ઇલાજ કરનારા બંને પ્રકારના સમર્થ ડૉક્ટરો પણ તૈયાર 372

થયા છે. માનસિક રોગોનું અધ્યયન અને પૃથક્કરણ કરી એના ઇલાજો અજમાવનારા ડૉક્ટરો કહે છે કે, માણસજાતનું આજનું માનસ ઘણું જ જટિલ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


થતું જાય છે; એની આંટીઘૂંટીઓ ઘટવાને બદલે વધતી જ જાય છે. તેઓ હવે એમ પણ કહે તા થયા છે કે, એ જટિલતા દૂર કરી માણસના મનને નીરોગી અને મજબૂત કરવાની શક્તિ ફક્ત ધર્મમાં જ છે. માટે લોકોમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ફરી સ્થાપિત કરવી જોઈએ. બીજી બાજુ , ઇતિહાસનું ઊંડુ ં અધ્યયન કરનારાઓ અને પોતપોતાના દેશને દોરનારા આજના નેતાઓ કહે છે કે, માણસના મનને સંકુચિત કરી આડે રસ્તે લઈ જઈ ઝનૂની બનાવનાર કોઈ વિકરાળ તત્ત્વ હોય તો તે ધર્મ જ છે અને ધર્મને નામે કરે લા અત્યાચારો માટે માણસને પશ્ચાત્તાપ પણ થતો નથી. તેથી માણસજાતને બચાવવી હોય તો ધર્મનું કાસળ કાઢ્યે જ છૂટકો! રશિયન ક્રાંતિના પ્રણેતાઓએ ઇતિહાસનું ઊંડુ ં અધ્યયન કરી ધર્મ વિશે ત્રીજો અભિપ્રાય બાંધ્યો છે. તેઓ કહે છે કે, માણસની વિચારશક્તિ બધિર કરી એને ગમે તેટલી હીન દશા સ્વીકારીને એમાં સંતોષ માનવાની શિખામણ આપનાર ધર્મ અફીણ કરતાં પણ ખરાબ વસ્તુ છે. અફીણનો બંધાણી કોક વખતે બુદ્ધિની જાગૃતિ બતાવી શકે, પણ ધર્મનો બંધાણી તો પોતાના પામર જીવન માટે એક ફિલસૂફી બનાવી દે છે અને એમાં જ રાચે છે. માટે માણસજાતની સ્વતંત્રતા અને એનું ગૌરવ સાચવવું હોય તો ધર્મમાત્રનો છેદ ઉડાડવો જોઈએ. દરે ક જણ ધર્મનો અર્થ જુ દો જુ દો કરે છે. ખરું જોતાં ધર્મમાં ઘૂસીને એક ધર્મના અનેક ધર્મ કરનાર રૂઢિઓ, માન્યતાઓ, વિધિઓ અને વહે મો માણસજાતને છિન્નભિન્ન અને જડમૂઢ કરે છે. એવા ‘ધર્મ’નું અભિમાન ધારણ કરીને માણસ વિકરાળ બને છે. પણ એ ધર્મોને અનુપ્રાણિત કરનાર પરમ મંગલમય જ ે પ્રધાન ધર્મતત્ત્વ છે — જ ેને આ ચોપડીમાં ગાંધીજીએ પરમ ધર્મ કહ્યું છે — તેને नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

ધર્મોને અનુપ્રાણિત કરનાર પરમ મંગલમય જે પ્રધાન

ધર્મત�વ

છે — જેને

ચોપડીમાં

ગાંધીજીએ પરમ ધર્મ કહ્યું છે — તેને અભાવે

આજે દુનિયા અંધારામાં પછાડા મારે છે. એ પરમ ધર્મત�વ વ્યક્તિગત જીવનમાં તેમ જ

સામાજિક સંબંધોમાં દાખલ કરવાના હે તુથી ગાંધીજીએ આશ્રમની સ્થાપના કરી

અભાવે આજ ે દુનિયા અંધારામાં પછાડા મારે છે. એ પરમ ધર્મતત્ત્વ વ્યક્તિગત જીવનમાં તેમ જ સામાજિક સંબંધોમાં દાખલ કરવાના હે તુથી ગાંધીજીએ આશ્રમની સ્થાપના કરી. હિં દુસ્તાનના રાજદ્વારી લોકોને ગાંધીજીની સ્વરાજ્યસાધના આકર્ષી શકી, પણ એમણે સ્થાપેલા આશ્રમનું ધર્મજીવન જૂ ના જમાનાના એક અદકેરા અંગ જ ેવું લાગ્યું. ભલભલાઓએ એની વખતોવખત નિંદા કરી લીધી. હવે જ્યારે અધિકારલાલસાથી પ્રેરિત થયેલા લોકોમાં સ્વરાજ્ય મળતાંવેંત કે તે પહે લાં જ હં ુ સાતુંસી ચાલેલી દેખાઈ ત્યારે લોકોને થાય છે કે, રાજદ્વારી હરીફાઈથી અલિપ્ત રહે નાર, રચનાત્મક કાર્યક્રમમાં રચ્યાપચ્યા રહે નાર અને દેશમાં તોફાનો ફાટી નીકળતાં શાંતિસેનાની ગરજ સારનાર, એવા જૂ થની આપણી પાસે સગવડ હોત તો સારું થાત. એક બાજુ એ જોતાં આશ્રમમાં રહે નારા લોકો ગાંધીજીના આદર્શ સુધી ચઢી ન શક્યા અને બીજી બાજુ એ રાષ્ટ્રની તેજસ્વિતા અને નૈતિક મૂડી વધારનાર આ પ્રયોગનું રહસ્ય બહારના લોકો ઓળખી ન શક્યા અને ગાંધીજીનો એ પ્રયત્ન પૂરી અજમાયેશ વગર જ અટકી પડ્યો! 373


અને છતાં ૧૮ વરસના એ પ્રયોગમાંથી આજના જમાનાને માટે શીખવા જ ેવું ઘણું મળે એમ છે. ઉપરાઉપરી બે યુદ્ધને કારણે જ ેની બુદ્ધિનું દેવાળું નીકળ્યું છે એવી માણસજાત ત્રીજા મહાયુદ્ધના ખ્યાલથી ધ્રૂજ ે છે, પણ એ યુદ્ધ ટાળવાને બદલે એને નોતરતી જ જાય છે. એ યુદ્ધમાંથી બચી જવા માટે અહિં સક સમાજની સ્થાપના કરવાનો સંકલ્પ આપણે કરી ચૂક્યા છીએ પણ આપણને રસ્તો જડતો નથી. એવે વખતે પંદર વરસના આશ્રમજીવનના અનુભવ પછી ગાંધીજીએ લખેલો આ આશ્રમનો ઇતિહાસ આપણને અનેક રીતે પ્રેરક નીવડે એમ છે. ગાંધીજીએ જ ેવા નિયમો ઘડ્યા અને જ ેવા અખતરાઓ કર્યા તંતોતંત તેવા જ ફરીથી કરવા જોઈએ એમ તો કોઈ કહે નહીં. પણ સત્ય ને અહિં સાના પાયા ઉપર સમાજરચના કરવી હોય તો સંયમ, અપરિગ્રહ અને તપસ્યાની સાધના સ્વીકાર્યા વગર છૂટકો નથી. કેવળ અહિં સાની દુહાઈ દઈને કામ થવાનું નથી. અહિં સા સિદ્ધ કરવા માટે સંયમ અને અપરિગ્રહ કેળવવા જ જોઈએ. એના વગર શુદ્ધ અને નિ:સ્વાર્થ સેવા થઈ જ ન શકે. હિં સામાં માનનારા સમાજની યુદ્ધસેના શાંતિના દિવસોમાં જ ે જાતની પૂર્વતૈયારી કરે છે તેવી પૂર્વતૈયારી અહિં સક સમાજની શાંતિસેનાએ કરવાની નથી હોતી. પણ સ્વ-પર-ભાવ છોડીને તમામ જનતાની જીવનવ્યાપી સેવા દિવસરાત અને બારે માસ કરતા રહે વાથી જ તોફાને ચઢેલી જનતાને કાબૂમાં આણવાની શક્તિ એ સેનામાં આવી શકે છે. હિં સક સેના જ્યારે વિરોધી પક્ષનો અત્યંત દ્વેષ કરતી હોય ત્યારે જ તે પૂરી બહાદુરીથી લઢી શકે છે. સ્ટૅલિનગ્રેડ જીતતા પહે લાં રશિયન સર્વાધિકારી સ્ટૅલિને પોતાની સેનાના યુવકોને ભાર દઈને કહ્યું હતું કે, જર્મન લોકોનો જાનજિગરથી દ્વેષ કરતાં ન શીખો તો તમે જીતી શકવાના નથી. અહિં સક 374

સેનાનું આથી બરાબર ઊલટુ ં છે. જ ેઓ પોતાનાં ઘરબાર બાળી ચૂક્યા છે, પોતાનાં સ્ત્રીપુત્રોનું હરણ કરી રહ્યાં છે, એવા લોકોનું પણ અકલ્યાણ ન ઇચ્છનારા સૈનિકો જ અહિં સક પ્રતિકારમાં વિજય મેળવી શકે છે. એને માટે આત્મવિશ્વાસ હોવો જોઈએ કે, જ ેમ દ્વેષ કેળવી શકાય છે તેમ ઉપેક્ષા અને કરુણાથી પ્રારં ભ કરી મૈત્રી અને મુદિતા સુધીની ‘આર્ય ભાવનાઓ’ પણ કેળવી શકાય છે. ખડતલ જીવન તો બંનેમાં જોઈએ છે, પણ અહિં સક સેનામાં જીવનશુદ્ધિની વિશેષતા જરૂરની છે. (શિવાજી, ક્રૉમવેલ, કિચનર અને હિટલર સુધી હિં સક યુદ્ધના સેનાપતિઓ પણ માનતા આવ્યા છે કે, શસ્ત્રયુદ્ધમાં પણ જીવનશુદ્ધિની ઘણી મદદ થાય છે. ઇસ્લામના પયગંબર મહં મદસાહે બે તો પોતાની સેનાને લઢાઈને આગલે દિવસે ઉપવાસ અને પ્રાર્થના કરાવ્યાં હતાં!) જો અહિં સક સમાજની ખરે ખર સ્થાપના કરવી હોય તો શાંતિસેનાનું સંગઠન કર્યા વગર ચાલે નહીં, અને જો શાંતિસેનાનું ખરે ખર સંગઠન કરવું હોય તો આ ચોપડીમાં ગાંધીજી કહે છે તેમ તપ અને સંયમ કેળવ્યા વગર છૂટકો નથી. ‘જ્યાં સમાજરચના અહિં સા ઉપર બંધાય છે ત્યાં દારૂગોળાની જગા તપ અને સંયમ લે છે અને તે વાપરનાર સિપાહી સમાજની રક્ષા કરે છે. જગતે આવા ધર્મનો હજુ લગી સ્વીકાર નથી કર્યો. હિં દુસ્તાનમાં ઓછાવત્તા પ્રમાણમાં થયો છે, પણ વ્યાપક રીતે થયો કહી ન શકાય. આવી અહિં સા વ્યાપક હોવી જોઈએ, થઈ શકે. તેની ઉપર સમાજ રચી શકાય એવી માન્યતા આશ્રમમાં રહે લી છે અને એ માન્યતાને આધારે પ્રયોગો ચાલી રહ્યા છે. સફળતા હજુ તો થોડી જ મળી છે એમ કહે વાય.’ ધર્મની શાબ્દિક ચર્ચા છણાવટ કરનારાઓની પરં પરા આપણા દેશમાં હજી લગી તૂટી નથી. પણ પ્રયોગ દ્વારા એકેએક સિદ્ધાંત અજમાવીને આગળ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


વધનારાઓ ગણ્યાગાંઠ્યા જ છે. ગાંધીજીનું શાસ્ત્રગ્રંથોનું જ્ઞાન નહીં જ ેવું જ હતું એ એક રીતે સારું જ હતું. કેમ કે સાંભળેલી બધી જ વસ્તુઓ એમણે પ્રારં ભમાં સામાન્ય શ્રદ્ધાથી અને આસ્તિક બુદ્ધિથી સ્વીકારી. પછી પોતાનું આખું જીવન રે ડીને એમણે એ બધી વસ્તુઓ તપાસી લીધી. અનુભવને અંતે જ ે વસ્તુઓ ત્યાજ્ય જણાઈ તે હિં મતપૂર્વક કાઢી નાખવા માટે એમણે કમર કસી અને જ ે વસ્તુ ઇષ્ટ અને કલ્યાણકારી જણાઈ તે વિશેનો પોતાનો અનુભવ અને આગ્રહ દુનિયા આગળ મૂકી લોકોને એનો ચેપ લગાડ્યો. અને આ રીતે જૂ નામાંથી જ ેટલું જીવતું હતું તે સાચવી તેને નવું રૂપ આપ્યું અને ધર્મને જીવતો કર્યો. હવે જો અહિં સાને રસ્તે સહે જસાજ પ્રયત્નથી મળેલી સ્વતંત્રતા ખોઈ બેસવી ન હોય, એટલું જ નહીં પણ એ સ્વતંત્રતાને દૃઢમૂલ કરી દુનિયાની

સેવા કરવાનું સામર્થ્ય આપણા દેશમાં આણવું હોય, તો ગાંધીજીનો આશ્રમપ્રવૃત્તિનો પ્રયોગ આખા દેશે ફરી વાર હાથમાં લેવો જોઈએ. આવા આશ્રમો ગ્રામોદ્યોગથી તો ગુંજતા હોવા જ જોઈએ, પણ એથીયે વિશેષ કેળવણીના વાતાવરણથી સુવાસિત થવા જોઈએ. ભૂતકાળના એક બોધપ્રદ પ્રયોગના કેવળ બયાન તરીકે આ ચોપડી તરફ જોવાનું નથી. પણ રાષ્ટ્રપિતાએ હવે પછીની પાંચસો વરસની રાષ્ટ્રીય સાધનાને અર્થે આદરે લા એક પ્રેરણાદાયી પ્રયોગ તરીકે એનું અધ્યયન કરીને એમાંથી સંકલ્પબળ કેળવવા માટે આ ઇતિહાસનું અધ્યયન થવું જોઈએ. સન ૧૯૩૩માં જ ે પ્રયોગ ખંડિત થયો તે અનેક રૂપે, ઠેકઠેકાણે આખા દેશમાં ફરી શરૂ થવો જોઈએ. તો જ હિં દુસ્તાનનો પણ નવો અગ્નિસંભવ થશે. काका कालेलकर 

કાકાની પહે લી ઓળખાણ ગાંધીજીની સાથે હં ુ ૧૯૧૬ના નવેમ્બરમાં જોડાયો ત્યારથી લગભગ ૧૯૧૯ સુધી કાકાને મેં ઓળખ્યા જ ન હતા એમ કહં ુ તો ચાલે. કાકા આજ ે જ ેટલા આપ-બોલા હતા તેટલા તે વેળા ન હતા. એક દિવસ તેમણે પોતાનો ‘સ્વદેશી ધર્મ’ ઉપરનો મરાઠી લેખ મને આપ્યો અને તેમનામાં કાંઈક અસ્વાભાવિક લાગતી, છતાં અદ્યાપિ પર્યન્ત તેમને વળગી રહે લી, નમ્રતા સાથે કહ્યું, ‘વાંચીને તમારો અભિપ્રાય આપો.’ હં ુ લેખ વાંચી ગયો — અભિપ્રાય આપનારના ગાંભીર્યથી વાંચી ગયો. અને તેમને મોઢે ચડી ન મૂંઝવવા ખાતર તે જ લેખમાં એક કાગળની કાપલી મૂકી તેના ઉપર લખ્યુંૹ ‘शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्.’ ગાંધીજીનો સ્વદેશી ઉપરનો નિબંધ મેં વાંચ્યો હતો, તે ઉત્કૃષ્ટ લાગેલો. પણ આ લેખમાં મને તે લેખના કરતાંય કાંઈક વધારે લાગ્યું. કાકા તરત જ મારી પાસે આવ્યા અને કહે વા લાગ્યા, ‘અભિપ્રાય માગ્યો હતો, આ નહીં.’ થોડી વાર રહીને બોલ્યા, ‘બાપુનો લેખ વાંચ્યા પછી તેમાંનો કેટલોક ભાગ ખીલવ્યો છે.’  આ મારી કાકાની પહે લી ઓળખાણ. મહાદેવભાઈ દેસાઈ नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

375


ગુજરાતી ભાષાની શુદ્ધિમાં રસ ધરાવનારા સૌને1 સાર્થ ગૂજરાતી જોડણીકોશ ગૂજરાત વિદ્યાપીઠ તરફથી આ અઠવાડિયે જોડણીકોશ પ્રગટ થયો છે. આવો કોશ આ પહે લો જ છે. આપણી ભાષામાં શબ્દકોશો તો બે ચાર છે, પણ તેમાં જોડણીનું કશું માપ કે પ્રમાણ નથી. નાક વિનાનું મનુષ્ય જ ેમ શોભે નહીં, તેમ જોડણી વિનાની ભાષાનું સમજવું. આથી અંકાયેલા જોડણીકોશની ખામી મને તો હં મેશાં જણાઈ છે. ‘નવજીવન’ના વાંચનારની સંખ્યા જ ેવી તેવી નથી; ગૂજરાત વિદ્યાપીઠનો આશ્રય લેનારની સંખ્યા પણ ઓછી નથી. આ બધાને જોડણીકોશ વિના કેમ ચાલે? આ પ્રજાના ધ્યાનમાંથી મજકૂ ર કોશ તૈયાર થયો છે. આ કોશની જ જોડણી ખરી ને બીજી બરોબર નહીં એ કેમ કહે વાય? — આવો પ્રશ્ન કોઈ કરે તો જવાબ એ છે કે, અહીં ખરાખોટાનો નિર્ણય કરવાનો સવાલ નથી. ઠીક ઠીક ગૂજરાતી જાણનારા, વ્યાકરણશુદ્ધ ગુજરાતી લખવાનો પ્રયત્ન કરનારની કલમેથી જ ે જોડણી ઊતરી તે ખરી ગણાય. આ ધોરી નિયમને અનુસરીને કોશ તૈયાર થયો છે. જ ે ગૂજરાતીને ભાષાનો પ્રેમ છે, જ ે શુદ્ધ ભાષા લખવા ઇચ્છે છે, અથવા જ ે રાષ્ટ્રીય હિલચાલમાં ગૂંથાયેલ અસંખ્ય ગૂજરાતીઓ લખવા માગે તે જોડણીનો સ્વીકાર કરવા ઇચ્છતા હોય, તે બધાએ આ જોડણીકોશ મેળવી લેવો ઘટે છે. અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતાં આપણને શરમ લાગે છે, તેના કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતાં આપણને વધારે શરમ લાગવી જોઈએ. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. મારા જ ેવા અધૂરું ગૂજરાતી જાણનારને આ કોશની મદદ લઈને જ પોતાના કાગળપત્રો લખવાની હું ભલામણ કરું છુ .ં [કોશની પહે લી આવૃત્તિ(૧૯૨૯)માં ગાંધીજીની પ્રસ્તાવનામાંથી]

ફાગણ વદ ૭, સોમવાર સં. ૧૯૮૫

૧ [પહે લી આવૃત્તિ—ઈ. સ. ૧૯૨૯]

ગુજરાતી ભાષાને બહુજનમાન્ય એવી જોડણી

નથી એ વસ્તુ, ગુજરાતીના અનેક ભક્તોની પેઠ,ે ગાંધીજીને પણ હં મેશ ખટકતી આવી છે. એમના યરોડાના જ ેલનિવાસમાં પણ એ વસ્તુનું ચિંતવન સાર્થ ગૂજરાતી જોડણીકોશ પ્રકાશકૹ ગૂજરાત વિદ્યાપીઠ 1967માં પ્રકાશિત પાંચમી આવૃત્તિનું પુરવણી સહિતનું નવમું પુનર્મુદ્રણ, વર્ષ 2012 ISBNૹ 81–86445–97–8 કવર સાથેનું પાકું પૂંઠુ ં પાનાંૹ 48+1024 • ૱ 300

376

ચાલતું હતું, અને ત્યાંથી જ તેમણે સંદેશો મોકલેલો કે, ગુજરાતી ભાષાની આ દુર્દશા દૂર કરવી જ જોઈએ. જ ેલમાંથી બહાર આવ્યા પછી એમણે ત્રણ જણને એ કામ સોંપ્યું, અને શાસ્ત્રીય શુદ્ધિ અને રૂઢિ બંનેનો સમન્વય સધાય એવી રીતે જોડણીના નિયમોનો સંગ્રહ કરી તે પ્રમાણેનો લોકસુલભ એવો એક જોડણીકોશ તૈયાર કરવો, એમ સૂચવ્યું. જોડણી શાસ્ત્રપૂત હોય, બહોળી શિષ્ટ રૂઢિને અનુસરતી હોય, એ બધું જ ેટલું આવશ્યક છે, તેટલું જ, અથવા1 તેના કરતાંયે, જ ેવી હોય તેવી પણ જોડણી બહુજનમાન્ય અને નિશ્ચિત થઈ જાય, એ 1. મૂળ શીર્ષકૹ જોડણીકોશની આગળની આવૃત્તિઓનાં નિવેદનો — સં. [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


વધારે આવશ્યક છે. આજ ે અંગ્રેજી ભાષાની જોડણી બધી રીતે શાસ્ત્રશુદ્ધ છે એમ તો કહે વાય જ નહીં; કેટલીયે બાબતમાં એ ઢંગધડા વગરની છે. પણ તે પ્રજામાં સંગઠન તથા તાલીમબદ્ધતા હોવાને લીધે ત્યાં જોડણીમાં અરાજક્તા ફે લાવા પામી નથીૹ અંગ્રેજી ભાષાની જોડણી સર્વમાન્ય થઈ ચૂકી છે, તેથી જોડણીની બાબતમાં બધે એકધારું લખાણ જડી આવે છે. એક વાર અરાજક્તામાંથી વ્યવસ્થા ઉત્પન્ન થઈ ગઈ એટલે પછી સુધારા કરવા જ હોય તો તે કામ પ્રમાણમાં ઘણું સહે લું થઈ જાય છે. સુધારાનો પ્રવાહ માન્ય વિકલ્પોની મર્યાદામાં જ વહી શકે છે. વખત જતાં વિકલ્પોમાં અમુક જાતની જોડણી જ વધારે રૂઢ થાય છે અને બીજા વિકલ્પો અવમાન્ય ન હોય તોપણ, વપરાશને અભાવે, કાલગ્રસ્ત થઈ જાય છે અને ખરી પડે છે. અરાજક્તા અને માન્ય વિકલ્પો વચ્ચે ભેદ કરવો જોઈએ. ભાષાની સંક્રમણાવસ્થામાં વ્યવસ્થા જાળવવી એ અઘરું કામ છે. એવે પ્રસંગે વિકલ્પોને ઓછામાં ઓછા રાખવા કરતાં ભાષા ખમી શકે તેટલા વધારે માં વધારે રાખવા એ નીતિ અપરિહાર્ય છે. પણ અરાજક્તા તો એક ક્ષણને માટે પણ સહન કરવા જ ેવી વસ્તુ નથી. જ ેમણે ભાષાની કીમતી સેવા કરી છે અને શાસ્ત્ર, રૂઢિ અથવા લોકમાન્યતાની દૃષ્ટિએ જ ેમનો પક્ષ સમર્થ છે, તેમને વિકલ્પો દ્વારા બની શકે તેટલી માન્યતા આપવી, એ જ ભાષાવ્યવસ્થાનો એકમાત્ર ઉપાય છે. અને જોડણીના ભિન્ન ભિન્ન પક્ષકારોએ એટલી વાત તો સ્વીકારવી જ જોઈએ કે, અરાજક્તા મટી તેને સ્થાને વિકલ્પપ્રચુર વ્યવસ્થા ભાષામાં ઉત્પન્ન થાય તોયે તે મહત્ત્વની પ્રગતિ જ ગણાવી જોઈએ. અને આવી પ્રગતિ પછી જ કોઈ પણ સુધારાને વધારે અનુકૂળ પરિસ્થિતિ મળે છે. અરાજક્તા અને વિકલ્પ વચ્ચેનો ભેદ ધ્યાનમાં આણીને અને અરાજક્તા પ્રગતિને नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

અથવા એકે પક્ષને પોષક નથી એમ જોઈને, એક વાર બહુજનમાન્ય એવી જોડણીની વ્યવસ્થા સ્વીકારવામાં બધા અનુકૂળ થાય તો ઇષ્ટ હે તુ સફળ થાય. અને કેટલીક વાર તો વિકલ્પના બંને પ્રકાર હં મેશને માટે ભાષામાં ચાલતા જ રહે વાના છે. દાખલા તરીકે, સંસ્કૃતપ્રચુર અથવા લલિત શૈલીમાં ‘લ’ અને ‘ળ’ના વિકલ્પ વચ્ચે ‘લ’ને જ વધારે પસંદ કરવામાં આવશે અને સાદી તળપદી ભાષામાં ‘લ’ને બદલે ‘ળ’ વાપરવા તરફ લોકો ઢળશે. ગાંધીજીએ નીમેલી ત્રણ જણની સમિતિએ, જોડણીની બાબતમાં પૂર્વે થયેલી બધી ચર્ચા ધ્યાનમાં લઈ, ચોથી સાહિત્ય પરિષદની જોડણીસમિતિના ઠરાવને આધારરૂપ ગણી, શિષ્ટ અને લોકમાન્ય એવા સાક્ષરોની રૂઢિ તપાસી કેટલાક નિયમો તારવી કાઢ્યા, અને એ વિષયોમાં અધિકાર અથવા રસ ધરાવતા લોકો પર તે મોકલી તેમનો અભિપ્રાય પૂછ્યો. તે નિયમો તારવવામાં તેમણે નીચેનો ઉદ્દેશ ખાસ ધ્યાનમાં રાખ્યો હતોૹ શિષ્ટ રૂઢિમાં બહુ ફે રફાર કરવો ન પડે, નિયમો સહે લાઈથી સર્વમાન્ય થઈ જાય, અને લખવા અને છાપવામાં લેખકોને અને મુદ્રકોને અગવડ ઓછી પડે, છાપેલો લેખ આંખને ગમે, અને અક્ષરની ઓળખ ટૂ કં વખતમાં સર્વત્ર ફે લાય એટલા માટે, અને નવા વાંચતાં શીખનારને સગવડ થાય એ ઉદ્દેશ રાખીને આપણા નિયમ ઘડવા જોઈએ, એમ સૌ કોઈ સ્વીકારશે જ. જોડણીમાં વ્યુત્પત્તિનો ઇતિહાસ સાચવવાનું બને તો તે પણ ઇષ્ટ જ છે, એ વિશે પણ મતભેદ ન જ હોઈ શકે. એક વરસના વિચારવિનિમયને પરિણામે વાતાવરણ બહુ જ અનુકૂળ દેખાયું અને ઘણા લોકોની સામાન્ય સંમતિ એ નિયમો માટે મળી. 377


ઘણા ભાઈઓએ કીમતી સૂચનાઓ કરી હતી અને વિકલ્પો સૂચવ્યા હતા. એ બધાનો યથાશક્ય સંગ્રહ કરી સમિતિએ બીજી પત્રિકા બહાર પાડી અને સર્વમાન્ય થઈ શકે એવા નિયમો પ્રસિદ્ધ કર્યા. આ નિયમો ઘડવામાં દી. બ. કેશવલાલ ધ્રુવ તેમ જ સ્વ. સર રમણભાઈ તરફથી કીમતી મદદ અને સહાનુભૂતિ મળ્યાં હતાં. એ જ અરસામાં વિદ્યાપીઠે નીચેના ગૃહસ્થોની એક જોડણીસમિતિ નીમીૹ શ્રી રામનારાયણ [વી.] પાઠક, શ્રી છોટાલાલ પુરાણી, શ્રી કાળિદાસ દવે, શ્રી નરહરિ પરીખ. એ સમિતિએ ગાંધીજીની સમિતિના નિયમો સ્વીકારી લીધા, એટલે ગાંધીજીએ વિદ્યાપીઠ મારફતે જ જોડણીકોશ તૈયાર થઈ જાય એમ સૂચવ્યું; અને વિદ્યાપીઠે જોઈતાં નાણાંની સગવડ કરી શ્રી નરહરિ પરીખને એ કામની વ્યવસ્થા સોંપી. રે લસંકટના કામમાં નરહરિભાઈને રોકાવું ન પડત તો શરૂ થયેલું આ કામ વચમાં ન અટકત. અનુભવ ઉપરથી નક્કી થયું કે, આ કામ બિનઅટકાવ ચલાવવું હોય તો જ ેને માથે બીજી કશી જવાબદારી નથી એવા માણસની સેવા આ કામમાં લેવી જ જોઈએ. એટલે ભાઈ ચંદ્રશંકર શુક્લ ઉપરાંત શ્રી વિશ્વનાથ મગનલાલ ભટ્ટને રોક્યા. જોડણી નક્કી કરવાની સાથે, પ્રચલિત કોશોમાં નથી અને છતાં પ્રાચીન કાળથી અથવા હાલની જાગૃતિને પરિણામે જ ે શબ્દો વપરાય છે, એવા શબ્દોનો સંગ્રહ કરવો પણ આવશ્યક હતો. આ કામમાં કેટલાક મિત્રોએ કીમતી મદદ કરી છે. આ રીતે આધુનિક ગ્રંથકારોએ ભાષામાં દાખલ કરે લા સંખ્યાબંધ શબ્દો આ કોશમાં પહે લવહે લા દાખલ થયા છે. શબ્દોની જોડણી સાથે દરે ક શબ્દના મુખ્ય મુખ્ય અર્થો પણ આપવા અને બની શકે તો વ્યુત્પત્તિ પણ આપવી એવો વિચાર પ્રથમ હતો; પણ વ્યુત્પત્તિ એ મહત્ત્વનું અને નવું ક્ષેત્ર છે અને અર્થો અને 378

વ્યાખ્યાઓ પ્રમાણ ગણાય એવી રીતે આપવામાં ઘણો વખત જાય એમ હતું. એ બંનેને પહોંચી વળતાં ઘણો વખત જશે અેમ જોઈને અને ગાંધીજીની ખાસ સૂચનાથી મૂળ વિચાર ફે રવ્યો અને ફક્ત જોડણી નક્કી કરીને જ કામ જલદી પતાવવું એમ ઠરાવ્યું. આમ કરવાથી પુસ્તકનું કદ નાનું થયું. કિંમત પણ ઓછી થઈ, અને એક જ ભાગમાં આખો શબ્દસંગ્રહ આવ્યો. જોડણીકોશનો મુખ્ય ઉપયોગ તો શય વખતે ઝટ એની મદદ લઈ જોડણીનો નિર્ણય કરી શકાય એ છે. લેખકો, વિદ્યાર્થીઓ, અને ખાસ કરીને મુદ્રણાલયો અને પ્રકાશન મંદિરોના મેજ ઉપર એવી એક ચોપડી પડી હોય, તો તેમની હં મેશની મૂંઝવણ દૂર થાય છે. જો નિરપવાદ નિયમ કરીને જ બધું કામ સરી શકે એમ હોત, તો જોડણીકોશ તૈયાર કરવાની આટલી બધી આવશ્યકતા અને ઉતાવળ ન પણ રહે ત. પણ નિયમ નક્કી કર્યા છતાં રૂઢિ અને પરસ્પરવિરોધી એવા લાગતા નિયમોના બલાબલનો વિચાર દરે ક શબ્દ વખતે કરવો પડે છે, અને તેથી દરે ક શબ્દનો નિયમોની દૃષ્ટિએ સ્વતંત્ર રીતે વિચાર કરી જોડણી નક્કી કરવી પડે છે. ભાષા વાપરનાર દરે ક વ્યક્તિ દરે ક પ્રસંગે આવી પરીક્ષા ન કરી શકે અને દર વખતે એક જ નિર્ણય ઉપર પણ ન આવી શકે, એટલા માટે કોશની સગવડ આપવી પડે છે. એ જ કારણે, કોશ તૈયાર કરતી વખતે પણ, નક્કી કરે લા નિયમોમાં અમુક વધારા અને અમુક ફે રફાર કરવા પડ્યા છે. આવા ફે રફારો અનેક તત્ત્વો ધ્યાનમાં રાખીને કરવાના હોવાથી એક જ માણસની મુનસફી ઉપર આધાર ન રખાય. પણ જ ેમને શાસ્ત્ર, રૂઢિ અને શિષ્ટ લેખકોનું વલણ આ ત્રણેનો ઠીક ઠીક પરિચય છે એવા એક કરતાં વધારે નિરાગ્રહી લોકોની મદદ મેળવી શકાય તેટલી મેળવવી જોઈએ એમ સમજી, છેલ્લી જોડણી નક્કી [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


કરતી વખતે શ્રી મહાદેવભાઈ, શ્રી રામનારાયણભાઈ અને શ્રી નરહરિભાઈ બારડોલીના કામને અંગે એકત્ર રહ્યા હતા, એનો લાભ લીધો છે. જોડણીકોશમાં ગુજરાતી ભાષાના બધા જ શબ્દો આવી જવા જોઈએ એ વાત સ્પષ્ટ છે. પણ એમ કરતાં કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં લેવાના હતા. કોશનો અધિકાર ભાષામાં ચાલુ થયેલા અથવા માન્ય લેખકોએ વાપરે લા શબ્દોનો જ સંગ્રહ કરવાનો છે. સંસ્કૃત, હિન્દી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓના કુ ટુબ ં માંની જ ગુજરાતી પણ હોવાથી એ ભાષાઓમાંથી ગમે તેટલા શબ્દો ગુજરાતી ભાષા લઈ શકે છે; પણ તેટલા ખાતર એ ભાષાઓમાંથી લેવા લાયક બધા શબ્દો કોશમાં દાખલ કરીએ તો શબ્દસંખ્યા વધે, પણ એ ગુજરાતી ભાષાકોશ ન ગણાય. જ ેટલા શબ્દો ગુજરાતી ભાષામાં વપરાયા હોય અને ભળ્યા હોય તેટલાને જ ગુજરાતી શબ્દકોશમાં સ્થાન હોઈ શકે છે. સામાન્ય શબ્દોને પ્રત્યયો લગાડી જ ેટલા શબ્દો થઈ શકે છે તે બધા આપવા એ પણ કોશકારનું કામ નથી. અને જોડણીકોશની દૃષ્ટિએ તો, મુખ્ય શબ્દ આપ્યા પછી, જોડણીમાં ફે રફાર ન થતો હોય તો, પ્રત્યયસાધિત શબ્દો રૂઢ હોય તોપણ આપવાનું પ્રયોજન, ખરું જોતાં, નથી. છતાં શરૂઆતમાં એવા શબ્દો આપીને પણ કોશ વાપરનારનું કામ સહે લું કરી આપવું આવશ્યક જણાવાથી પ્રત્યયસાધિત રૂપો આપ્યાં છે. આગળ ઉપર જોડણીકોશમાંથી એવા શબ્દોને બાતલ કરવા જોઈશે. જોડણીનો વિચાર કરતી વખતે હશ્રુતિ અને યશ્રુતિ જોડણીમાં વ્યક્ત થવી જોઈએ એ શ્રી નરસિંહરાવનો આગ્રહ ધ્યાનમાં આવ્યા વગર રહે તો નથી. તેઓ કહે છે કે, ગુજરાતી ભાષાના સ્વભાવમાં એ વસ્તુઓ છે અને જૂ ના લોકો એ બંને શ્રુતિઓ લખવામાં વ્યક્ત કરતા પણ હતા. नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

સરકારી કેળવણી ખાતાએ મનસ્વીપણે એનો છેદ ઉડાડ્યો અને લોકોએ જડતાથી અત્યાર સુધી એ જોહુકમીને ટેકો આપ્યો છે. એમની એ વાત અત્યાર સુધી લોકોએ ધ્યાન ઉપર નથી લીધી એ બરાબર નથી થયું. પણ આટલા દિવસના અનુભવ પછી જરૂર કહી શકાય કે, જ ે ફે રફાર થઈ ગયો છે એ થઈ ગયો છે; ‘હ’ અને ‘ય’નું જોડણીમાં ફરી સ્થાન સર્વમાન્ય થવું એ લગભગ અશક્ય છે. પણ એનું મુખ્ય કારણ એ નથી કે, લોકોને એ બે શ્રુતિઓ વિશે વાંધો છે. પણ જનસ્વભાવ લખવા વાંચવામાં અને છાપખાનાંવાળાઓ બીબાં ગોઠવવામાં જોડાક્ષરો વધે એ પસંદ નથી કરતા. જો હશ્રુતિ અને યશ્રુતિ વ્યક્ત કરવાનો કોઈ સહે લો ઉપાય લિપિસુધારાને અંગે થાય તો શ્રી. નરસિંહરાવના પ્રયત્નને અત્યાર સુધી નથી મળ્યો એવો ટેકો જરૂર મળશે. કેટલાક શબ્દો સારા લેખકોએ અથવા કવિઓએ વાપરે લા હોવા છતાં, વપરાશમાં કાં તો આવ્યા નથી અથવા રહ્યા નથી. તેવા કાલગ્રસ્ત શબ્દોનો અર્થ કરવો પણ કોક કોક વાર મુશ્કેલ થઈ જાય છે. એવા શબ્દો નજીકના ભવિષ્યમાં કોઈ વાપરે એવો સંભવ પણ નથી હોતો. એવા શબ્દોની જોડણી નક્કી કરી આપવાનું ખાસ પ્રયોજન નથી. છતાં અર્થકોશમાં તે કામ આવે એમ જાણી તેમને આ કોશમાં સ્થાન આપી + નિશાનીથી જુ દા પાડ્યા છે. … જ ે કોશોમાંથી અમે શબ્દસંગ્રહ પ્રથમ ભેગો કર્યો, તે કોશોના કર્તાઓનો અને પ્રસિદ્ધકર્તાઓનો અહીં આભાર માનીએ છીએ. શ્રી. લલ્લુભાઈ ગોકળદાસ, શ્રી. જીવનલાલ અમરશી, શ્રી. ભાનુસુખરામ અને સોસાયટીનો ફારસી-અરબી તથા ગુજરાત વર્નાક્યુલર એ ગ્રંથોનો અમે વિશેષ ઉપયોગ કર્યો છે. આપટેના સંસ્કૃત કોશ વગર કોઈ 379


ચલાવતું જ નથી. બીજા પણ કેટલાક કોશો અમે વાપર્યા છે. પ્રચલિત સાહિત્યમાંથી શબ્દો કાઢી આપવામાં ગોંડળના ભાઈ ચંદુલાલ પટેલ, રાજકોટના કવિ ત્રિભુવન વ્યાસ ઇ૰ મિત્રોએ કરે લી મદદની અહીં નોંધ લેવી ઘટે છે. …જોડણીના નિયમો નક્કી થયા, આવેલી બધી સૂચનાઓનો વિચાર થયો, અને શબ્દોનો સંગ્રહ પણ બની શકે તેટલો સંપૂર્ણ કર્યો; પણ મુખ્ય કામ એ નિયમો અને સૂચનાઓને અનુસરીને એ બધા શબ્દો એકધારી રીતે અને અકારાદિ ક્રમ પ્રમાણે લખવાના એ તો રહી જ ગયું હતું. નરહરિભાઈએ એ કામ કેટલુંક કર્યું હતું, પણ વિશ્વનાથભાઈની મદદ ન મળી હોત તો કોશ આટલો જલદી પૂરો ન થાત. એમણે નિયમિતતાથી અને શાસ્ત્રીય રસથી એ કામ કરી આપ્યું એને માટે તેઓ ખાસ ધન્યવાદને પાત્ર છે. … ગુજરાતી જોડણી વિશે ચર્ચા, કંઈ નહીં તો, ૬૦ વરસથી ચાલતી આવી છે. જ ેમણે એ બાબતમાં લખ્યું છે તેમનાં નામ સહુ કોઈ જાણે છે. પણ જ ેમણે ખાનગીમાં ચર્ચા કરી હોય, બીજાઓને પ્રેરણા આપી હોય, અને નિર્ણય આણવામાં મદદ કરી હોય, એવા અજ્ઞાત ભાષારસિકો અને શિક્ષકો તો

ઘણા હશે. એવા બધાના સંકલ્પોમાંથી જ જોડણીકોશ આખરે પેદા થાય છે. કેળવણી ખાતાએ જોડણીના કાંઈક નિયમો તૈયાર કરી એ પ્રમાણે પાઠ્યપુસ્તકો છપાવ્યાં એ જ વખતે જો આ વિષયોનો સર્વાંગી વિચાર થયો હોત, તો અત્યારે જોડણીનો સવાલ જ ઊભો ન થયો હોત. પણ તેમ ન બન્યું. તેથી વિદ્વાનોમાં અસંતોષ ફે લાયો અને જોડણીની ચર્ચા શરૂ થઈ. સ્વ. કવિ નર્મદાશંકરથી માંડીને અત્યાર સુધી જ ે લેખકોએ જોડણીની ચર્ચા કરી છે એમની સંખ્યા નાનીસૂની નથી. સ્વ. નવલરામ, સ્વ. કમળાશંકર, સ્વ. ગોવર્ધનરામ વગેરે વિદ્વાનોએ જોડણીમાં વ્યવસ્થા આણવાના પ્રયત્નો કર્યા છે. દી. બ. કેશવલાલ ધ્રુવ, શ્રી. નરસિંહરાવ ભોળાનાથ, શ્રી. આનંદશંકર ધ્રુવ વગેરે વિદ્યમાન વિદ્વાનોએ પણ આ વિષય ઉદ્દીપિત કર્યો છે. એ બધાની મહે નત અમારી આગળ હતી, તેથી જ અમે જોડણીના નિયમો સહે લાઈથી નક્કી કરી શક્યા.  … એટલે અમારી આ પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ લેનાર સઘળા ભાઈઓનો અમે આભાર માનીએ છીએ.  … દ. બા. કાલેલકર

૨ [બીજી આવૃત્તિ — ઈ. સ. ૧૯૩૧] મહા સુદ ૭, સં. ૧૯૮૭ તા. ૨૬–૧–’૩૧, સોમવાર

અસાધારણ ઐતિહાસિક સંજોગોમાં અર્થ સાથેનો

આ જોડણીકોશ પ્રસિદ્ધ થાય છે. ગુજરાતી ભાષામાં જોડણીની કાંઈ પણ વ્યવસ્થા ન મળે એ વસ્તુ ગાંધીજીને ખૂબ સાલતી હતી. એક કાગળમાં એમણે પોતાનું દુઃખ નીચેના શબ્દોમાં વ્યક્ત કર્યું હતુંૹ શુદ્ધિપત્ર વિનાનો શબ્દકોશ એ ગુજરાતી ભાષાને દેહ આપનારી વસ્તુ છે. અત્યારે તો 380

ગુજરાતી ભાષાનો આત્મા શરીરની ખામીને લઈને ભૂતની માફક ભમ્યા કરે છે અને ક્યાંય શાંત થઈને બેસી શકતો નથી. એ સ્થિતિમાંથી એ ભાષાના આત્માને ઉગારવો અને અવગતે જતો બચાવવો એ જો તમારું કાર્ય ન હોય તો કોનું હોઈ શકે? ગુજરાતી ભાષાની શુદ્ધિમાં રસ ધરાવનારા વિદેહ તેમ જ વિદ્યમાન લોકોના અભિપ્રાયોનું સંકલન કરી અને શાસ્ત્રની મર્યાદા તેમ જ આજકાલનું [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


વલણ તપાસી જોડણીના નિયમો અમે ઘડી કાઢ્યા, અને ધારે લી મુદ્દતની અંદર ગુજરાતી ભાષાના તેમ જ એ ભાષામાં સ્થાન પામેલા લગભગ બધા શબ્દોનો કેવલ જોડણીકોશ પ્રજા આગળ મૂક્યો. તે વખતે ‘નવજીવન’માં (૭–૪–૧૯૨૯) ગાંધીજીએ જ ે આનંદોદ્ગાર કાઢ્યા છે, તે એમનો અસાધારણ ભાષાપ્રેમ સૂચવે છે. એમાં એમણે લખેલુંૹ ઠીક ઠીક ગૂજરાતી જાણનારા, વ્યાકરણશુદ્ધ ગૂજરાતી લખવાનો પ્રયત્ન કરનારની કલમેથી જ ે જોડણી ઊતરી તે ખરી ગણાય. આ ધોરી નિયમને અનુસરીને કોશ તૈયાર થયો છે. …  … અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતાં આપણને શરમ લાગે છે. તેના કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતાં આપણને વધારે શરમ લાગવી જોઈએ. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. લોકોને કેવળ શુદ્ધ જોડણી પૂરી પાડીને કોશ કૃ તાર્થ ન જ થઈ શકે. એટલે જોડણી સાથે શબ્દોના કાંઈ નહીં તો મુખ્ય અર્થો ટૂ કં માં પણ આપવા એ આવશ્યક હતું. કેવળ જોડણીથી ભાષાપ્રેમીને સંતોષ નહીં થાય એટલા જ ખાતર જોડણીકોશની ફક્ત પાંચસો નકલો જ કાઢી હતી અને એને માટે અમે ગાંધીજીનો ઠપકો પણ વહોરી લીધો હતો. પ્રજાએ એ કોશને અમારા ધારવા કરતાં વધુ ઉત્સાહભર્યો આવકાર આપ્યો અને એ જોડણી પોતાને માન્ય હોવાની સંમતિઓ પણ આવી. જોડણીનું કામ જ ેટલું સંગીન રીતે થયું એટલું જ સંગીન કાર્ય અર્થો આપવામાં કરી બતાવવું એવી અમારી મુરાદ હતી. પણ ભારતવર્ષને સદ્ભાગ્યે સ્વરાજની હિલચાલ જાગી અને વિદ્યાપીઠના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ એમાં ઝંપલાવ્યું. બીજાં અનેક કાર્યો સાથે આ કામ પણ સંકેલી લીધું હોત, પણ ગાંધીજીને ચરણે સાર્થ જોડણીકોશ नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

ધરવાની વિદ્યાપીઠની અભિલાષા ફાવી ગઈ અને કેટલાક ભાઈઓએ લડતમાં ઝંપલાવવાનું માંડી વાળવાનો સ્વાર્થત્યાગ બતાવ્યો. જ્યાં સામ્રાજ્યનું આખું તંત્ર હચમચાવવાને લડત શરૂ થઈ ત્યાં કોશ રચવાનું કામ સળંગ તંત્રે કેમ ચાલે? કામ જો અટકાવવું ન હોય તો પ્રસંગે પ્રસંગે જુ દા જુ દા સેવકોને હાથે કામ લીધા વગર છૂટકો ન હતો. જોડણીની બાબતમાં અમુક સળંગસૂત્રતા અમે જાળવી શક્યા, પણ અર્થની બાબતમાં તો અનેક દિશાએ મતભેદને અવકાશ. શબ્દોના અર્થ નક્કી કરવાનું કામ પીઢ સાહિત્યસેવકોનું છે. એમાં ઐતિહાસિક દૃષ્ટિ હોય તો જ એ કાર્ય સંતોષકારક ગણાય. પણ અમારે એટલી મોટી મહત્ત્વાકાંક્ષા રાખ્યે પાલવે એમ ન હતું. જ ે સેવકો જ ે વખતે ઉપલબ્ધ હોય તેમને હાથે કામ પૂરું કરાવ્યા વગર છૂટકો ન હતો. શાંતિના દિવસો હોત તો દરે ક શબ્દનો અર્થવિકાસ તપાસવાનું કામ અમે કર્યું હોત. શબ્દો ભાષામાં કયાં કયાં અર્થમાં વપરાય છે એ શોધી કાઢીને શબ્દોના આજના અર્થો પણ નક્કી કર્યા હોત. જ્યાં શબ્દો ખોટા અર્થમાં વપરાય છે ત્યાં ધ્યાન ખેંચ્યું હોત. પારિભાષિક શબ્દોના અર્થો વધારે ચોક્કસ કર્યા હોત. ઝીણા ઝીણા અર્થભેદ બતાવવા માટે જૂ ના શબ્દોના અર્થો મર્યાદિત કર્યા હોત અથવા નવા શબ્દો સૂચવ્યા હોત. શિષ્ટ સાહિત્યના ભાષાંતરમાં ડગલે ને પગલે જ ે મુશ્કેલી ઉત્પન્ન થાય છે તે દૂર કરવા માટે પણ કોશમાં કાંઈ સગવડ કરી હોત. અમારો વિચાર એવો હતો કે, અત્યાર સુધી ચાલતું આવ્યું છે એમ જૂ ના કોશો ઉપર પૂરો આધાર રાખીને નવો કોશ તૈયાર ન કરવો, પણ સાહિત્યના અભ્યાસીઓ સ્વતંત્ર શોધખોળથી જ ેમ શબ્દોના અર્થ નક્કી કરે છે તે ઢબે બની શકે તેટલું કામ કરવું. જૂ ના કોશોને તરછોડવાનો વિચાર આમાં 381


દરેક કામ ગમે તેટલા લોકોને હાથે થાય અને ગમે તે વ્યક્તિ ઉપર તેની જવાબદારી હોય તોયે

કામ

ચીવટપૂર્વક

પાર

પાડવાની

જવાબદારી એકાદ વ્યક્તિને માથે આવી પડે

છે. જોડણીકોશના સંપાદનમાં એવી ચીવટ ભાઈ

ચંદ્રશંકર શુક્લે રાખેલી. અર્થકોશની તૈયારીમાં એ ચીવટ રાખવી વિશેષ કઠણ હતી. તે કામ

ભાઈ મગનભાઈ દેસાઈએ કર્યું. તેથી જ આ કોશ નિર્વિઘ્નપણે પ્રજાના હાથમાં મૂકી શકાય છે

ન હતો, પણ શબ્દોના અર્થ પ્રમાણપુરઃસર છે એવી ખાતરી કરી લેવાની અને અર્થો નક્કી કરવામાં પરં પરાની શિથિલતા કાઢી નાંખવાની વૃત્તિ હતી. અમુક મિત્રોએ સાહિત્યના અમુક વિભાગ વાંચી તેમાંથી મહત્ત્વના શબ્દોની વપરાશ, સંદર્ભ પ્રમાણેના અર્થ, અને તેનાં સ્થાનો નોંધી લેવાનું વહેં ચી પણ લીધું હતું. પણ એમાંથી અમે કશું કરી ન શક્યા. પણ આપેલા અર્થો માટે નર્મકોશથી માંડીને અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલા આપણા બધા કોશોની તેમ જ હિં દી, મરાઠી, બંગાળી, સંસ્કૃત તથા અંગ્રેજી કોશોની મદદ લેવામાં અમે ચૂક્યા નથી. જ ે અર્થોની ચોકસાઈની ખાતરી નથી પડી તેમને માટે બનતી કોશિશ કર્યા છતાં જો નથી મળ્યા તો તેમને છોડી દેવામાં આવ્યા છે. બીજા કોશોમાં આપેલા અર્થો બને તેટલા વધારે સંક્ષિપ્ત રૂપમાં પણ પૂરેપૂરા સમજી શકાય એવી રીતે આપવાની ખાસ ચીવટ રાખેલી છે. શબ્દોના અર્થો મુખ્ય મુખ્ય લીધા છે અને તેમનો દીર્ધસૂત્રી વિસ્તાર કરે લો નથી. જ ે અર્થ બીજા શબ્દની જોડે વપરાતાં ઊપજતો હોય તેવા અર્થો આપવામાં આવ્યા નથી. જોડણીકોશની મર્યાદામાં રહીને જ અર્થોનો વિસ્તાર કરી શકીએ 382

એમ હોવાથી અમે શબ્દો સાથે રૂઢિપ્રયોગોની પણ નોંધ લીધી નથી. આ બધું કરનાર સાથીઓ પીઢ સાહિત્યસેવી ન ગણાય, પણ ભાષાપ્રેમી અને સાહિત્યસેવી તો જરૂર છે. એટલે એમણે બધી જાતની ચીવટ રાખવામાં મણા નથી રાખી. અર્થ આપવાની પદ્ધતિમાં સૂક્ષ્મ મતભેદોને સ્થાન હોય છે. તજ‌્જ્ઞ ભાષાશાસ્ત્રીઓ એવો ભેદ આ કોશમાં ઠેકાણે ઠેકાણે જોશે. પણ સામાન્ય વાચકોને એથી કશી મૂંઝવણ નડવાની નથી. છેલ્લી નજર એકબે વ્યક્તિઓએ પહે લેથી આખર સુધી રાખેલી હોવાથી કોશમાં સળંગસૂત્રતા જળવાઈ રહી છે અને તેથી જ અમે આ કોશ વિના સંકોચે પ્રજા આગળ મૂકી શકીએ છીએ. દરે ક કામ ગમે તેટલા લોકોને હાથે થાય અને ગમે તે વ્યક્તિ ઉપર તેની જવાબદારી હોય તોયે એ કામ ચીવટપૂર્વક પાર પાડવાની જવાબદારી એકાદ વ્યક્તિને માથે આવી પડે છે. જોડણીકોશના સંપાદનમાં એવી ચીવટ ભાઈ ચંદ્રશંકર શુક્લે રાખેલી. અર્થકોશની તૈયારીમાં એ ચીવટ રાખવી વિશેષ કઠણ હતી. તે કામ ભાઈ મગનભાઈ દેસાઈએ કર્યું. તેથી જ આ કોશ નિર્વિઘ્નપણે પ્રજાના હાથમાં મૂકી શકાય છે. શ્રી. ચૂનીલાલ બારોટ, શિવશંકર શુક્લ, ગોપાળદાસ પટેલ, અમૃતલાલ નાણાવટી અને ચિમનલાલ શાહ — આ બધા ભાઈઓએ ઓછીવત્તી પણ તનતોડ મહે નત ન કરી હોત તો આ કામ રહી જ ગયું હોત. શ્રી. ચંદ્રશંકરે પોતાની જૂ ની જવાબદારી સ્મરણમાં રાખી, પોતાની માંદગી દરમિયાન પણ, આનાં છેલ્લાં પ્રૂફ જોયાં છે. એક સિવાયના આ બધા જ ભાઈઓ વિદ્યાપીઠના સ્નાતકો છે એ વસ્તુની નોંધ લેતાં સંતોષ થાય છે. આજની સ્થિતિમાં સામાન્ય વ્યવહાર માટે આ કોશ સંપૂર્ણ ગણાય. પણ અમારે તો અમારા આદર્શને પહોંચવું છે. ગુજરાતી સમાજના [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


સર્વસંગ્રાહક સ્વભાવ પ્રમાણે ભાષા પણ સર્વસંગ્રાહક બની છે. વૈષ્ણવ અને શૈવ, જ ૈન અને સ્વામીનારાયણ સંપ્રદાયી, કાઠિયાવાડી અને ગાયકવાડી, મુસલમાન તેમ જ પારસી, ખ્રિસ્તી તેમ જ પરદેશી, બધાએ ગુજરાતીની સેવા કરી છે. એ બધાની સેવાનો સરવાળો કરી ભાષાની સમૃદ્ધિ કેટલી છે એ કોશકારે તપાસવું ઘટે છે. સંખ્યાબંધ ગુજરાતીઓ ગુજરાત બહાર અને હિં દુસ્તાન બહાર જઈ વસેલા છે. સ્વરાજની હિલચાલમાં ગુજરાતે જ ે પ્રથમ સ્થાન લીધું છે તેને પરિણામે બહાર વસેલા ગુજરાતીઓમાં નવી સ્ફૂર્તિ, નવી અને વ્યાપક દષ્ટિ, અને નવી શક્તિ આવ્યા વગર રહે નહીં. તેઓ જ્યારે દેશદેશાંતરનો પોતાનો અનુભવ, ત્યાંની સમાજસ્થિતિ, અને એ સ્થિતિને અનુકૂળ કરી લેવામાં કેળવેલો પોતાનો પુરુષાર્થ, એનાં બ્યાનો લખશે, ત્યારે ગુજરાતી ભાષા હિં દુસ્તાનમાં અસાધારણ સમૃદ્ધિ બતાવશે અને રાષ્ટ્રવ્યાપી કેળવણીનું એક મહત્ત્વનું વાહન થઈ પડશે. કોઈ પણ ભાષાનો શબ્દકોશ એ તે ભાષાના, એટલે કે, તે ભાષા બોલનાર સમાજના પુરુષાર્થનું પ્રતીક હોય છે. એવા સમાજમાં દરે ક નવી વસ્તુનો બહિષ્કાર કરવાની સંકુચિત વૃત્તિ નથી હોતી, અને જ ે જુ ઓ તેનો સ્વીકાર કરો એવી ભિખારી વૃત્તિ પણ નથી હોતી. પોતાપણું સાચવીને, ગૌરવ વધારીને જ ેટલી નવી વસ્તુ લઈ શકાય અને આબાદ રીતે પોતાનામાં ભેળવી શકાય, તેટલાનો સ્વીકાર કરતાં આચકો નહીં ખાય; અને નવાની ભભકથી અંજાઈ જઈ જ ેને જુ એ તેને ચરણે ઢળી પડે, પોતીકાંનો તિરસ્કાર કરી પરાયાંનું દાસત્વ સ્વીકારે , એવી હીન બુદ્ધિ પણ ન રાખે. પોતાની હસ્તી જોખમમાં હોય ત્યારે પારકાના હુમલાથી બચી જવા માટે, અમુક જાતની પુરાણપ્રિયતા કહો અથવા ક્ષેમવૃત્તિ (conservatism) કહો, તે આવશ્યક હોય છે. नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

ક્ષેમવૃત્તિ એ જિજીવિષાનું વ્યાકરણ છે, પણ જ્યારે સમાજ સમર્થ બને છે, પરાક્રમ પ્રગટ કરે છે, વિજિગીષા કેળવે છે, ત્યારે ક્ષેમવૃત્તિ કોરે મૂકી તે યોગવૃત્તિ ધારણ કરે છે. એ વખતે પણ નવું નવું ધારણ કરવાના ઉત્સાહમાં એ તણાઈ ન જાય અને આખો પ્રવાહ ડહોળાઈ ન જાય એટલા ખાતર વિજિગીષાનું વ્યાકરણ પણ જાળવવાનું હોય છે. પણ એ ક્ષેત્રવૃત્તિ કરતાં જુ દુ હોય છે. આ નવું વ્યાકરણ ધ્યાનમાં લઈ, દરે ક દસકે ભાષાનો કોશ ફરી ફરી સજીવન કરવાની આવશ્યકતા ઉત્પન્ન થશે, એમ અમે માનીએ છીએ. ચાલુ લડતમાંથી જ ેઓ વિજય મેળવીને નીકળ્યા હશે, તેમને માટે આ કામ અમે રાખી મૂકીએ છીએ. છેલ્લાં દસપંદર વર્ષમાં ભાષાએ જ ે પ્રગતિ કરી છે, ભાષામાં નવા નવા શબ્દો દાખલ થયા છે, શબ્દોને નવા નવા અર્થો મળ્યા છે, તે બધાનો સંગ્રહ અમે કરી શક્યા છીએ એટલાથી જ અમને સંતોષ છે. પારિભાષિક શબ્દોનો ઉપયોગ આપણે નથી કરતા ત્યાં સુધી તેમની પસંદગી કરવી મુશ્કેલ જ રહે વાની. વિજ્ઞાનશાસ્ત્રનો અભ્યાસ આપણે અંગ્રેજી દ્વારા કરીએ છીએ, એટલે ગમે તેવી સુંદર યોજ ેલી પરિભાષા પણ જીવંત ભાષાના કોશકારને સંગ્રહવી મુશ્કેલ પડે છે. પણ જો વાપરની કસોટી પર તેને ચડાવીએ, તો તેની પરીક્ષા થઈ પસંદગી સરળ બને છે. ગણિતની પરિભાષાના વિદ્યાપીઠના અનુભવ પરથી આ અમે કહી શકીએ છીએ. … આપણા સાક્ષરોના વિચારો પાશ્ચાત્ય ઢબે અને પાશ્ચાત્ય પરિભાષામાં ઠીક ઠીક વધતા જાય છે. તેમને વ્યક્ત કરવા તેઓ પરિભાષા પણ યોજતા જાય છે. તેનો વિવેક કરીને સંગ્રહ કરવો આવશ્યક ગણાય. તે આ કોશમાં કરવામાં આવ્યો છે. તેના અર્થ મુખ્યત્વે તેના અંગ્રેજી પર્યાય દ્વારા આપ્યા છે. તેવું જ ગણિતની પરિભાષા માટે પણ કર્યું છે. આવી 383


રીતે અંગ્રેજી પર્યાયનો આશરો લાંબો વખત ન લેવો પડે એ તો ત્યારે જ બને કે જ્યારે આપણે તે પરિભાષાને અપનાવી રૂઢ કરી લઈએ. જ્યાં શબ્દો સાથે વિસ્તારપૂર્વક વિગત આપવાની હોય છે, ત્યાં કોશકારની મૂંઝવણ સહુથી વધારે હોય છે. રમતો, વનસ્પતિ, ઔષધિ, પ્રાણી, પંખી, રોગ, ઘરે ણાં, ઔદ્યોગિક ક્રિયાઓ, વ્રતો, ઉત્સવો, પંથ, વાદ, અવતાર, કારીગરોનાં ઓજારો વગેરેના

અર્થ આપતી વખતે ઓછામાં ઓછી કેટલી વિગત આપવી જોઈએ એ જ નક્કી કરવાનું રહે છે. વિસ્તાર ન કરતાં શબ્દાર્થ સ્પષ્ટ થાય, વાચકને બધી માહિતી ભલે ન મળે પણ શંકાનિવૃત્તિ તો જરૂર થાય, એ જાતનું ધોરણ જાળવવાનો અહીં પ્રયત્ન કર્યો છે. … [બીજી આવૃત્તિની પ્રસ્તાવના ટૂ કં ાવીને] દ. બા. કાલેલકર 

કાકાસાહે બની શબ્દઘડણ શક્તિ વિદ્યાપીઠની શરૂઆતમાં કાકાસાહે બ, નરહરિભાઈ અને મેં ખૂબ જોશભેર કામ કર્યું. રાષ્ટ્રીય શિક્ષણના પ્રચાર માટે ગુજરાત કાઠિયાવાડમાં ફર્યો, પણ વિદ્યાપીઠનું બંધારણ ઘડવામાં લગભગ બધા જ નવા શબ્દો કાકાસાહે બે જ શોધ્યા. કલમોની ભાષા બાંધવામાં અમે બન્નેએ ખૂબ મહે નત લીધી હતી. એ બંધારણનો ખરડો ગાંધીજીને ખૂબ જ ગમ્યો, અને લગભગ તે જ રૂપમાં તેમણે મંજૂર રાખ્યો અને રાષ્ટ્રીય શિક્ષણમંડળે પસાર કર્યો. એના કેટલાક શબ્દો ગુજરાતને બહુ નવાઈ પમાડનારા લાગ્યા, અને તેમાંનો સૌથી વધારે નવો લાગનારો શબ્દ ‘મહામાત્ર’ [અંગ્રેજીમાં જ ેને રજિસ્ટ્રાર કહે એનું ગુજરાતી] મારી પર જ પ્રથમ લાદવામાં આવ્યો. ઘણો વખત સુધી કેટલાક તો એમ જ માનતા કે કાંઈક ગફલતથી ‘મહામંત્રી’ને બદલે ‘મહામાત્ર’ લખાયા કરે છે, અને તેઓ પોતાના પત્રમાં એ ભૂલ સુધારીને જ સંબોધન કરતા. કેટલાકને લાગતું કે સાચો શબ્દ ‘મહામાત્રા’ હશે, પણ એ નારીજાતિનો લાગે માટે કાનો ઉડાવી દીધો હશે! મારા નામ વિષેયે ઘણાને એમ જ લાગે છે કે ભૂલમાં મારા નામમાંથી એક અજ્જુ ઉડાવી દેવાય છે, અને તેથી તેઓ આગ્રહપૂર્વક તે ઉમેરીને જ લખે છે! કાકાસાહે બની શબ્દઘડણ શક્તિનો વિદ્યાપીઠની પરિભાષામાં પુષ્કળ પરિચય થાય છે. ‘કુ મારમંદિર’, ‘વિનયમંદિર’, ‘વિનીત’, ‘સ્નાતક’, ‘સમિતિ’, ‘નિયામક સભા’, ‘નિધિપમંડળ’, ‘અન્વેષક’, ‘ધ્યાનમંત્ર’ વગેરે શબ્દો આજ ે આપણને ચિરપરિચિત જ ેવા લાગે છે, અને કેટલાક તો બીજાં ક્ષેત્રોમાંયે ફે લાયા છે. તે દિવસે એ બધા વિલક્ષણ લાગતા હતા. વિદ્યાપીઠનો ધ્યેયમંત્ર सा विद्या या विमुक्तये અને વિદ્યાપીઠની મહોર પરનું વટવૃક્ષ તથા કમળ પણ કાકાસાહે બની સૂઝ છે. કિશોરલાલ મશરૂવાળા

384

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


બે બોલ હિં દ સ્વરાજ1 (લે. મોહનદાસ કરમચંદ ગાંધી) આ વિષય ઉપર મેં વીસ પ્રકરણ લખ્યાં છે, તે વાંચનાર આગળ મૂકવાની હિં મત કરું છુ .ં જ્યારે મારાથી નથી રહે વાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યું, બહુ વિચાર્યું. વળી વિલાયતમાં ટ્રાન્સવાલ ડેપ્યુટેશન સારુ ચાર માસ રહ્યો તે મુદ્દતમાં મારાથી બન્યા તેટલા હિં દીની સાથે વિચાર કર્યા, બન્યા તેટલા અંગ્રેજોને પણ મળ્યો. જ ે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો. [પુસ્તકમાં લેખકની પ્રસ્તાવનામાંથી]

૧ ઑગસ્ટ, ૧૯૫૯ પહે લી હિં દી આવૃત્તિ, નવજીવન, અમદાવાદ, ૧૯૫૯

ગાંધીજીએ લંડનથી દક્ષિણ આફ્રિકા પાછા વળતી

વખતે રસ્તામાં જ ે સંવાદ લખ્યો હતો તે હિં દ સ્વરાજના નામે છપાયો. તેને આજ ે પચાસ વરસ પૂરાં થયાં છે. દક્ષિણ આફ્રિકામાં રહે નારા ભારતીઓના હક્કો માટે સતત લડત ચલાવતા ગાંધીજી સને ૧૯૦૯માં લંડન ગયા હતા. ત્યાં કેટલાક સ્વરાજપ્રેમી ક્રાંતિકારી ભારતીય યુવાનો તેમને મળ્યા હતા. તે બધાની સાથે ગાંધીજીની જ ે વાતો થઈ તેનો જ સાર ગાંધીજીએ એક કાલ્પનિક સંવાદ તરીકે વણી કાઢ્યો હતો. આ સંવાદમાં ગાંધીજીના તે ગાળાના બધા જ મહત્ત્વપૂર્ણ વિચારો સમાયેલા છે. પુસ્તક વિશે ગાંધીજીએ પોતે કહ્યું છે કેૹ મારા અભિપ્રાય પ્રમાણે આ ચોપડી એવી છે જ ે બાળકના હાથમાં પણ મૂકી શકાય. તે દ્વેષધર્મની જગાએ પ્રેમધર્મ શીખવે છે; હિં સાને હિં દ સ્વરાજ્ય લેૹ મોહનદાસ કરમચંદ ગાંધી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 2009માં પ્રકાશિત શતાબ્દી આવૃત્તિનું નવસંસ્કરણ, વર્ષ 2016 ISBNૹ 978-81-7229-400-5 પાકું પૂઠુૹં 8.5 "× 11" પાનાંૹ xl + 312 • ૱ 2000

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

સ્થાને આપભોગને મૂકે છે; પશુબળની સામે ટક્કર ઝીલવા આત્મબળને ખડુ ં કરે છે. ગાંધીજી એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે પશ્ચિમના દેશોમાં;1 યુરોપ – અમેરિકામાં જ ે આધુનિક સભ્યતા ઊભરાઈ રહી છે, તે કલ્યાણકારી નથી. માનવીનાં હિતોની દૃષ્ટિએ તે સત્યાનાશકારી છે. ગાંધીજીનું માનવું હતું કે ભારતમાં અથવા આખા વિશ્વમાં પ્રાચીન કાળથી જ ે સભ્યતા ચાલી આવેલી છે તે જ સાચી સભ્યતા છે. ગાંધીજી કહે તા હતા કે ભારતમાંથી અંગ્રેજોને તેમ જ તેમના રાજને કાઢી નાખવાથી સાચી સભ્યતાવાળું સ્વરાજ્ય મળવાનું નથી. આપણે અંગ્રેજોને કાઢી નાખીએ અને તેમની સભ્યતા તેમ જ તેમના આદર્શોને વળગી રહીએ એથી આપણો ઉદ્ધાર થવાનો નથી. આપણે આપણા આત્માને નમાવી લેવાનો છે. ભારતના કેટલાક ભણેલા-ગણેલા લોકો પશ્ચિમના મોહમાં ફસાયા છે. જ ે લોકો પશ્ચિમના પ્રભાવમાં નથી આવ્યા તે બધાને ભારતની ધર્મપરાયણ નૈતિક સભ્યતામાં વિશ્વાસ છે. તેમને જો આત્મશક્તિનો પ્રયોગ કરવાની પદ્ધતિ શિખવાડવામાં આવે, સત્યાગ્રહનો રસ્તો બતાડવામાં આવે; તો તેઓ પશ્ચિમની રાજ્યપદ્ધતિનો અને તેના વડે થઈ રહે લા અન્યાયનો મુકાબલો કરી શકશે 1. અલગ અલગ આવૃત્તિ વખતે ગાંધીજીએ અને અન્ય મહાનુભાવોએ લખેલી વિવિધ પ્રસ્તાવના સમાવતી હસ્તાક્ષરવાળી હાથકાગળની આવૃત્તિ. – સં. 385


ભારતે, ભારતના આગેવાનોએ અને એક રીતે કહી શકાય કે ભારતની પ્રજાએ પણ ગાંધીજીના

પ્રયત્નોથી પ્રાપ્ત થયેલા સ્વરાજ્યરૂપી ફળને આવકારી લીધું; પરંતુ તેમની જીવનદૃષ્ટિને

પૂરેપૂરી અપનાવી નહી.ં આજે ભારતમાં એવી શિ�ણપદ્ધતિ પ્રચલિત થઈ છે જેમાં ધર્મપરાયણ, નીતિપ્રધાન જૂ ની સંસ્કૃતિની પ્રતિષ્ઠા થતી નથી.

ન્યાયદાન પશ્ચિમની પદ્ધતિથી થઈ રહ્યું છે. એની તાલીમ આજે પણ અંગ્રેજોના વખત જેવી જ છે. અધ્યાપક, વકીલ, ડૉક્ટર, એન્જિનિયર તેમ જ રાજકારણી આગેવાનો; આ પાંચે ભેગા થઈને ભારતના સામાજિક જીવનને પશ્ચિમની પદ્ધતિ સાથે ચલાવી રહ્યા છે

અને શસ્ત્રબળ વાપર્યા સિવાય ભારતને આઝાદ કરીને સમગ્ર વિશ્વને પણ નમાવી શકશે. પશ્ચિમનું શિક્ષણ તેમ જ પશ્ચિમનું વિજ્ઞાન આપણા દેશમાં અંગ્રેજોનું આધિપત્યના જોર પર આવ્યું. સંસ્કૃતિના ઉત્થાન માટે તેમની ટ્રેનો, તેમની ચિકિત્સા અને હૉસ્પિટલો, તેમનાં ન્યાયાલયો તથા તેમની ન્યાયપદ્ધતિઓ વગેરે અગત્યનાં નથી; બલ્કે વિનાશક જ છે—જ ેવી વાતો ગાંધીજીએ સ્પષ્ટપણે આ પુસ્તકમાં કહી છે. આ પુસ્તક મૂળ તો ગુજરાતીમાં લખાયું હતું. એના હિં દુસ્તાનમાં આવતાની સાથે જ મુંબઈ સરકારે એને આક્ષેપકારી ઠરાવીને જપ્ત કરી લીધું. પછી ગાંધીજીએ વિચાર્યું કે હિં દ સ્વરાજમાં મેં જ ે કંઈ લખ્યું છે, તેને તે જ સ્વરૂપમાં અંગ્રેજી જાણનારા મિત્રો અને વિવેચકો આગળ મૂકવું જોઈએ. ગુજરાતી હિં દ સ્વરાજનો તેમણે પોતે જ અનુવાદ કર્યો અને છપાવરાવ્યું. મુંબઈ સરકારે તેને પણ આક્ષેપાર્હ ઠરાવ્યું. દક્ષિણ આફ્રિકાનું તેમનું બધું કામ પૂરું કરીને ગાંધીજી સને ૧૯૧૫માં ભારત આવ્યા. તે પછી જ્યારે સત્યાગ્રહ કરવાનો પહે લો અવસર આવ્યો, 386

ત્યારે તેમણે મુંબઈ સરકારના હુકમના વિરોધમાં હિં દ સ્વરાજનું પ્રકાશન કરાવરાવ્યું. મુંબઈ સરકારે એનો વિરોધ કર્યો ન હતો. ત્યારથી આ પુસ્તક મુંબઈ રાજ્યમાં, આખા ભારતમાં તેમ જ વિશ્વમાં ગંભીર વિચારકોની વચ્ચે ખૂબ જ ધ્યાનપૂર્વક વંચાય છે. સ્વ. ગોખલેજીએ આ પુસ્તકના વિશ્લેષણને કાચું કહીને નાપસંદ કર્યું હતું અને આશા રાખેલી કે ભારતમાં પાછા આવીને ગાંધીજી જાતે પણ આ ચોપડીને રદ કરશે. પણ આવું થયું નહીં. ગાંધીજીએ થોડુઘં ણું ફે રબદલ કરીને કહ્યું કે, જો હં ુ આજ ે આ પુસ્તકને ફરીથી લખત તો આની ભાષામાં નક્કી થોડાંક સુધારાવધારા કરત, પણ મારા મૂળ વિચારો તે જ છે; જ ે મેં આ પુસ્તકમાં વ્યક્ત કર્યા છે. ગાંધીજી પ્રત્યે આદર તેમ જ તેમના વિચારો પ્રત્યે સહાનુભૂતિ રાખનાર વિશ્વના મોટા મોટા વિચારકોએ હિં દ સ્વરાજ વિશે જ ે પ્રતિભાવ આપ્યો છે, તેનો સાર શ્રીમહાદેવભાઈએ નવી આવૃત્તિની એમની સરસ પ્રસ્તાવનામાં આપ્યો જ છે. અહિં સાની શક્તિ, યંત્રવાદ વિશે ગાંધીજીનો વિરોધ તેમ જ પશ્ચિમની સભ્યતા આ ત્રણેય વિશે અને સત્યાગ્રહની છેવટની ભૂમિકા વિશે પશ્ચિમના લોકોએ એમનો વિરોધ સ્પષ્ટપણે જાહે ર કર્યો છે. ગાંધીજીનાં બધાં જીવનકાર્યોના મૂળમાં જ ે શ્રદ્ધાએ અગત્યનો ભાગ ભજવ્યા કર્યો હતો તે બધું જ હિં દ સ્વરાજમાં જોવા મળે છે. તેથી ગાંધીજીના વિચારસાગરમાં આ નાનકડી ચોપડીનું મહત્ત્વ અસાધારણ છે. ભારત ગાંધીજીએ દોરે લા અહિં સક માર્ગે ચાલીને સ્વતંત્ર થયું. અસહયોગ, સવિનય કાનૂનભંગ તેમ જ સત્યાગ્રહ; આ ત્રણે પગલાં વડે ગાંધીજીએ સ્વરાજ્યનો રસ્તો પાર કર્યો. આપણે એને ચમત્કારમય બનાવોનો ત્રિવિક્રમ કહી શકીએ. વિશ્વની અન્ય શ્રેષ્ઠ વિભૂતિઓના પ્રયત્નોના જ ે [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


હાલ થતા આવ્યા છે તેવા જ હાલ ગાંધીજીના પ્રયત્નોના થયા. ભારતે, ભારતના આગેવાનોએ અને એક રીતે કહી શકાય કે ભારતની પ્રજાએ પણ ગાંધીજીના પ્રયત્નોથી પ્રાપ્ત થયેલા સ્વરાજ્યરૂપી ફળને આવકારી લીધું; પરં તુ તેમની જીવનદૃષ્ટિને પૂરેપૂરી અપનાવી નહીં. આજ ે ભારતમાં એવી શિક્ષણપદ્ધતિ પ્રચલિત થઈ છે જ ેમાં ધર્મપરાયણ, નીતિપ્રધાન જૂ ની સંસ્કૃતિની પ્રતિષ્ઠા થતી નથી. ન્યાયદાન પશ્ચિમની પદ્ધતિથી થઈ રહ્યું છે. એની તાલીમ આજ ે પણ અંગ્રેજોના વખત જ ેવી જ છે. અધ્યાપક, વકીલ, ડૉક્ટર, એન્જિનિયર તેમ જ રાજકારણી આગેવાનો; આ પાંચે ભેગા થઈને ભારતના સામાજિક જીવનને પશ્ચિમની પદ્ધતિ સાથે ચલાવી રહ્યા છે. આપણે જો પશ્ચિમના વિજ્ઞાન અને યાંત્રિક કૌશલ્ય(ટૅક્નૉલૉજી)નો આધાર ન લઈએ અને ગાંધીજીના જ સાંસ્કૃતિક આદર્શોનો સ્વીકાર કરીએ તો ભારત જ ેવો મહાન દેશ સઉદી અરે બિયા જ ેવા નજીવા દેશોના ધોરણે પહોંચી જશે—એવો ભય આજના ભારતના બધા પક્ષોના આગેવાનોને છે. ભારત શાંતિવાદી છે, યુદ્ધવિરોધી છે. વિશ્વના સામ્રાજ્યવાદ, ઉપનિવેશવાદ, શોષણવાદ, રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે વ્યાપ્ત ઊંચનીચ ભાવના—આ બધાંના વિરોધનું મીંઢળ ભારત સરકારે એના હાથ પર બાંધ્યું છે. છતાં પણ ગાંધીજીએ એમના પુસ્તક હિં દ સ્વરાજમાં જ ે આદર્શને પુરસ્કૃત કર્યો છે તેને તો એણે અસ્વીકાર્ય જ ગણ્યો છે. આ પ્રમાણેના નવા ભારતમાં અંગ્રેજી ભાષાનો જ પ્રભાવ વ્યાપી રહે ; તે સહજ છે. એકલું અમેરિકા જ નહીં, પણ રશિયા, જર્મની, ચૅકૉસ્લોવાકિયા, જાપાન વગેરે વિજ્ઞાનપરાયણ દેશોની મદદથી ભારત યંત્ર-સંસ્કૃતિ તરફ ધસી રહ્યું છે અને એની આંતરિક નિષ્ઠા એવું માની રહી છે કે આ જ સાચો રસ્તો છે. પૂ. ગાંધીજીના વિચારો नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

જ ેવા છે, તેવા બિલકુ લ ન ચાલી શકે. આ નવી નિષ્ઠા એકલા નેહરુજીની જ નહીં; પણ મોટે ભાગે આખા દેશની છે. શ્રી વિનોબા ભાવે ગાંધીજીના આત્મવાદનો, સર્વોદયનો અને શોષણ વિહીન અહિં સક સમાજરચનાનો પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે. તેઓ ગ્રામરાજની સ્થાપના, શાંતિસેનાની મારફતે, નવી તાલીમના માધ્યમથી અને સ્ત્રી જાગૃતિ દ્વારા માનસપરિવર્તન, જીવનપરિવર્તન અને સમાજપરિવર્તનનો પ્રચાર કરી રહ્યા છે. ભૂદાન અને ગ્રામદાન વડે સામાજિક જીવનમાં સમગ્ર ક્રાંતિ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. પણ એમણે પણ જોઈ લીધું છે કે પશ્ચિમના વિજ્ઞાન અને યંત્રકૌશલ્ય સિવાય સર્વોદય અધૂરો જ રહે વાનો છે. જ્યારે વિશ્વ સમક્ષ અમેરિકાનો પ્રજાસત્તાવાદ, રશિયા અને ચાઇનાનો સામ્યવાદ, ભારત જ ેવા બીજા દેશોનો સમાજવાદ અને ગાંધીજીનો સર્વોદય સ્વયંવર માટે ઊભા છે, ત્યારે ગાંધીજીની યુગાંતરકારી નાનકડી ચોપડીનું અધ્યયન વધારે મોટા પાયા પર થવું જોઈએ. ગાંધીજી જાતે પણ ઇચ્છતા ન હતા કે આપણે એમની વાતોને શબ્દપ્રમાણને નામે તેવા ને તેવા રૂપમાં જ ગ્રહણ કરીએ. હિં દ સ્વરાજની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યું છે કે વ્યક્તિ તરીકે એમનો બધો જ પ્રયત્ન હિં દ સ્વરાજમાં વર્ણવેલા આધ્યાત્મિક સ્વરાજ્યની સ્થાપના કરવા માટે જ છે, પરં તુ એમણે ભારતમાં અનેક મિત્રોની મદદથી સ્વરાજ્યની જ ે ચળવળ ચલાવી; કાૅંગ્રેસ જ ેવા રાષ્ટ્રીય રાજનૈતિક સંગઠનનું માર્ગદર્શન કર્યું, તે પ્રવૃત્તિઓ પાર્લમેન્ટરી સ્વરાજ્ય માટે જ હતી. સ્વરાજ માટે અન્યાય, શોષણ અને પરદેશી સરકારનો વિરોધ કરતી વખતે અહિં સાનો આશરો લેવો, આ એક જ આગ્રહ તેમણે રાખ્યો હતો. તેથી 387


પાછા વળીને તેટલું જ ચાલ્યા પછી સામે રસ્તે વળીને તમે ફરીથી નીતિનિષ્ઠ, આત્મનિષ્ઠ માર્ગથી નવો વિકાસ કરવા ઇચ્છતા હો તોૹ ‘આપનું જીવનકાર્ય લગભગ પૂરું થવા આવ્યું છે. ભારતનું સ્વરાજ સ્થાપિત થઈ જવાની તૈયારી છે. આવે વખતે તમે તમારી આખી જિંદગીના અનુભવો તેમ જ ચિંતનના પાયા પર ફરીથી એક આવું જ નવું પુસ્તક કેમ નથી લખતા; જ ેમાં ભાવિનાં એક હજાર વર્ષની મહામાનવ સંસ્કૃતિનાં બીજ વિશ્વને મળી રહે ?’ તેઓ પોતાનાં કાર્યોમાં એવા અટવાયેલા હતા અને આડે પાટે ચડેલા મુદ્દાઓને સવળે પાટે લાવવાના પ્રયત્નો કરવા માટે ઊંડે સુધી એટલા ચિંતિત હતા કે મારું સૂચન અથવા વિનંતીને સાંભળવાની પણ નવરાશ તેમને ન હતી. હવે જ્યારે ગાંધીજીનું સાંસારિક જીવન પૂરું થયું છે અને તેમનાં લખાણો, ભાષણો, પત્રો, મુલાકાતો વગેરેના સંગ્રહો તૈયાર થઈ રહ્યા છે, ત્યારે આદર્શ સંસ્કૃતિ વિશે અને તેને સ્થાપિત કરવા વિશે ગાંધીજીના વિચારોને એકઠા કરીને કોઈક યોગ્ય વ્યક્તિ વડે આવું એક પ્રભાવશાળી ચિત્ર તૈયાર થવું જોઈએ; જ ેને આપણે હિં દ સ્વરાજની પરિણત આવૃત્તિ નહીં કહીએ; એને તો સ્વરાજભોગી ભારતનું વિશ્વકાર્ય જ ેવું કશુંક કહે વું પડશે. જ ે પણ હોય. આવા એક ગ્રંથની ઘણી જ જરૂર છે. આનો અર્થ એમ નથી કે તે પુસ્તક આ હિં દ સ્વરાજનું સ્થાન લઈ શકશે. આ અમર કૃ તિનું સ્થાન ભારતીય જીવનમાં કાયમ માટે રહે વાનું જ છે.

ભારતની સ્વરાજ પ્રવૃત્તિનો અર્થ તેમના આ વામનમૂર્તિ પુસ્તક હિં દ સ્વરાજથી ન કાઢવો. ગાંધીજીએ આ ચેતવણી સ્વરાજ આંદોલનનો વિપર્યાસ કરનારા કાૅંગ્રેસીઓ માટે આપી હતી. જ ેઓ આજ ે ભારતનું રાજ ચલાવી રહ્યા છે; તેમની તરફે ણમાં પણ આ સૂચનને વાપરી શકાય. ભારતના રાષ્ટ્રીય વિકાસ માટે રાતદિવસ ચિંતન કરી રહે લાઓ તેમ જ આગેવાનો પણ કહી શકે છે કે ગાંધીજીએ આપણા માથે હિં દ સ્વરાજના આદર્શોનો ભાર મૂક્યો ન હતો. આ છતાં જો ગાંધીજીની વાત સાચી હોય અને ભારતનું તેમ જ વિશ્વનું હિત હિં દ સ્વરાજમાં પ્રતિબિંબિત થતા સાંસ્કૃતિક આદર્શોથી જ થવાનું હોય, તો આનું ચિંતન તેમ જ નવગ્રથન અને વહે વારમાં મૂકવાનો ભાર કોઈને માથે તો હોવો જોઈએ. મેં એક વખતે ગાંધીજીને કહ્યું કે, ‘તમે તમારી સ્વરાજ – સેવાની શરૂઆતમાં હિં દ સ્વરાજ નામનું જ ે પુસ્તક લખ્યું હતું તેમાં તમારા મૌલિક વિચારો છે; છતાં શંકા રહે છે કે તે વિચારો રસ્કિન, થોરો, એડ્વર્ડ કારપેન્ટર, ટેલર, મૈક્સનાર્ડૂ વગેરેના ચિંતનથી પ્રભાવિત છે. આ લોકોએ આધુનિક સભ્યતાની ખામીઓ ગણાવી છે. વિશ્વબંધુત્વના પાયા પર ઊભેલી જૂ ની સભ્યતાનું આ લોકોએ સન્માન કર્યું છે. એટલે તમારા હિં દ સ્વરાજનું વાંચન કરતાં એવું લાગે છે કે તમે ભૂતકાળને ફરીથી જાગૃત કરવામાં માનો છો. તમારે વારે -વારે કહે વું પડે છે કે તમે ભૂતકાળના ઉપાસક નથી. માણસ જાતે ખોટે રસ્તે ચાલીને જ ેટલો વિકાસ કર્યો છે;

[હિં દી પરથી]

કાકા કાલેલકર

388

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


ગાંધીવિચારનો પ્રસાર : જનસામાન્યથી જેલ સુધી ગાંધી સાહિત્યનાં પુસ્તકોનાં પ્રકાશન અને વિતરણ દ્વારા સતત ગાંધીવિચારના પ્રચારપ્રસારની નવજીવનની કામગીરી શતાબ્દી ભણી (૧૯૧૯-૨૦૧૯) આગળ વધી રહી છે અને યોગાનુયોગ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી (૧૮૬૯૨૦૧૯) પણ સાથે જ આવી રહી છે. ત્યારે જનસામાન્ય સુધી ગાંધીવિચાર પહોંચાડવાનો ઉપક્રમ આગળ વધારતા નવજીવને વધુ એક પહે લ કરી છે. ‘નવજીવન મ્યુઝિયમ’, ‘સત્ય આર્ટ ગૅલેરી’, ‘કર્મ કાફે ’, ‘સ્વત્વ — ખાદી પરિધાન’ અને ‘રં ગજ્યોત — ફાઇન આર્ટ’ દ્વારા નવજીવન લોકોને પોતાના સુધી ખેંચી લાવતી હતી. હવે નવજીવન ચિરપરિચિત માધ્યમોથી લઈને નવા જમાનાના નવવિધ માધ્યમો દ્વારા વધુ ને વધુ લોકો સુધી પહોંચીને ગાંધીવિચારનો પ્રસાર કરશે. આ ગાંધીકાર્યનું બીજ રોપતાં તેનો પ્રયોગ થયો ગઈ તા. બીજી ઓક્ટોબરે .  …

આ દિવસે નવજીવનમાં બે પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ

યોજાયો. તેમાં જ ેઓની ઉપસ્થિતિએ સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું તે અમદાવાદની સાબરમતી જ ેલના કેદીઓ. નવજીવને અગાઉ જાહે ર કર્યા મુજબ બાળકો માટે અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં ગાંધીજીના જીવનને ચિત્રો સાથે ગાંધીચિત્રકથાનું ગાંધીજ્યંતી પ્રસંગે પ્રગટ કરવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત ગાંધીજીના પૌત્ર અરુણ ગાંધી (ગાંધીજીના બીજા ક્રમના પુત્ર મણિલાલના પુત્ર)એ કસ્તૂરબાનાં અંગ્રેજીમાં લખેલા જીવનચરિત્ર Kasturbaૹ A Lifeનું ગાંધીકુ ટુબ ં ના જ સોનલ પરીખે કરે લા અનુવાદીત પુસ્તકનું લોકાર્પણ થયું. બંને પુસ્તકોનું આ લોકાર્પણ અસામાન્ય અને અતિ​િવશેષ હતું. ઇતિહાસમાં ભાગ્યે જ બન્યું હશે કે જ ેલમાં સજા કાપી રહે લા કેદીઓના હાથે જ ેલ બહાર

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

જ ેલનાં કેદી ભાઈ-બહે નો દ્વારા ગાંધીચિત્રકથા અને મહાત્માના અર્ધાંગિની—કસ્તૂરબાનું લોકર્પણ

389


યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીજી અને કસ્તૂરબાનાં જીવનને આવરી લેતાં પુસ્તકોનું વિમોચન થયું હોય. બે પુરુષ કેદીઓના હસ્તે અંગ્રેજી તથા ગુજરાતી ગાંધીચિત્રકથા અને મહિલા કેદીના હસ્તે બા — મહાત્માનાં અર્ધાંગિનીનું લોકાર્પણ થયું. નવજીવન સંકુલમાં આવેલા જિતેન્દ્ર દેસાઈ સભાગૃહમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવજીવનના વ્યવસ્થાપક ટ્રસ્ટી વિવેક દેસાઈએ સાબરમતી જ ેલ અને નવજીવને સાથે મળીને કરવાના કાર્યક્રમોની વિગતો આપી. અપૂર્વ આશરે ગાંધીચિત્રકથાનાં પ્રકાશનની સફર અને અન્ય ભાષાઓમાં પણ આ પુસ્તક પ્રકાશિત કરવાની માહિતી આપી. સાબરમતી જ ેલના સુપરિન્ટેન્ડેન્ટ સુનીલ જોશીએ જ ેલમાં ચાલતાં કેદી સુધારણાના વિવિધ કાર્યક્રમો અને નવજીવન સાથેના જોડાણની વાત કરી. આ કાર્યક્રમની શરૂઆત જ ેલનાં કેદી ભાઈબહે નોના કંઠ ે ગાંધીજીને પ્રિય ‘વૈષ્ણવજન…’ ભજનની થઈ હતી અને કાર્યક્રમ દરમિયાન વચ્ચે વચ્ચે સંગીતની સંગતમાં અન્ય ભજનો ગાઈને શ્રોતાઓને ડોલાવી દીધા હતા. આ કાર્યક્રમની વિગત આપવા નિમિત્તે અન્ય કેટલીક પાયાની વાત કરવી પણ જરૂરી બની રહે છે. ગાંધીજી અને જ ેલનો નાતો ઐતિહાસિક અને અતૂટ છે એ આપણે જાણીએ છીએ. નવજીવનનું માનવું છે કે સમાજથી સંપૂર્ણ વિખૂટો પડેલો એવો જ ેલના કેદીઓનો વર્ગ કે જ ેઓમાંથી મોટા ભાગના સંજોગો, આવેગ અને ઉશ્કેરાટમાં જાણ્યેઅજાણ્યે કોઈ ગુનો કરી બેઠો હોય છે. બધા જ કેદીઓ મૂળભૂત રીતે ગુનાખોરી માનસ 390

ધરાવતા હોતા નથી. પોતાને થયેલી સજાની મુદ્દત પૂરી થાય ત્યારે તેઓ ફરી જીવનના મુખ્ય પ્રવાહમાં આવી જાય, અને આ માટે જ ેલનાં વર્ષો દરમિયાન જ પોતાનામાં રહે લી ક્ષમતાનો ઉપયોગ કરી આત્મવિશ્વાસ કેળવે એ જરૂરી છે. તે માટે શું થઈ શકે? આ બાબતે આગળ વધતા નવજીવને સૌપ્રથમ સાબરમતી જ ેલ અને તેના અધિકારીઓનો સંપર્ક કર્યો. નવજીવન સાથે હાલમાં જ જોડાયેલા પ્રશાંત દયાળે જ ેલ સત્તાવાળાઓ સાથે આ બાબતે ચર્ચાવિચારણા માટે મુલાકાતો ગોઠવી. વિવેક દેસાઈ અને સાબરમતી જ ેલના સુપરિન્ટેન્ડેન્ટ સુનીલ જોશીએ કેટલાક કાર્યક્રમો નક્કી કર્યા. શરૂઆત જ ેલના કેદીઓએ બનાવેલી ગણેશની મૂર્તિઓના ‘કર્મ કાફે ’ દ્વારા વેચાણથી કરવામાં આવી. ત્યારબાદ લગભગ ૨૦ દિવસમાં જ ેલમાં જ જ ેલના કેદીઓને પૂરા પાડેલાં સાધનસામગ્રીની મદદથી તૈયાર કરે લાં ચિત્રોનું (પેઇન્ટિંગ્સ) તા. ૨૭-૯-૧૬થી ૨-૧૦-૧૬ સુધી પ્રદર્શન યોજવામાં આવ્યું. જાણીતા ચિત્રકાર વૃંદાવન સોલંકીએ ખુલ્લા મૂકેલા આ પ્રદર્શનને કળાપ્રેમીઓનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો અને કેટલાંક ચિત્રો લોકોએ ખરીદ્યાં પણ ખરાં, જ ેની રકમ જ ે તે ચિત્ર બનાવનાર કેદીને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી. ચિત્ર બનાવનાર કેદીઓ પ્રદર્શનના ઉદ્ઘાટનમાં જાતે હાજર રહ્યા અને પત્રકારો તથા લોકોને જરૂરી માહિતી આપી.

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


નવજીવનનું વચન :

જેલના કે દીઓની મનની સુધારણા, કર્મને પ્રોત્સાહન

જ ેલમાં કેદીઓને તેમની આવડત અને અનુભવ પ્રમાણે વિવિધ કામગીરી કરાવવામાં આવે છે. આ માટે તેમની તાલીમની પણ વ્યવસ્થા હોય છે. તેમની આ કલાકારીગરીને પ્રોત્સાહન મળે એ માટે લાકડાનું ફર્નિચર, રમકડાં, ઑફિસ બૅગ, મુસાફરી માટેની બૅગ વગેરે જ ેલમાં તૈયાર થયેલી વસ્તુઓ નવજીવન દ્વારા વેચવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે નવજીવન અને સાબરમતી જ ેલ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. થોડાક સમય પછી નવજીવનમાં આ ચીજવસ્તુઓનો પ્રચારપ્રસાર અને વેચાણ શરૂ કરવામાં આવશે. આ હતી કોઈ વસ્તુ દ્વારા લોકમાનસમાં જ ેલના કેદીઓ વિશેની ગ્રંથિ દૂર કરવાની વાત પણ જ ેલસુધારણાય ગાંધીવિચારનું જ એક કાર્ય છે. હિં દને સ્વરાજ અપાવવાની ગાંધીજીની સફરમાં જ્યારે પણ તેમને જ ેલમાં જવાનું થયું ત્યારે તેમના સંપર્કમાં આવનાર અન્ય કેદીઓના હૃદયને પણ તેઓ સ્પર્શ્યા હશે. હવે ગાંધીસાહિત્યની પરીક્ષા દ્વારા ગાંધીજી કેદીઓના હૃદયમાં પ્રવેશશે. નવજીવનમાં આવનારા સમયમાં જ ેલના કેદીઓ માટે ગાંધીસાહિત્યની પરીક્ષા લેશે. આ માટે તેઓને વિનામૂલ્યે આ સાહિત્ય પણ પૂરું પાડવામાં આવ્યું છે. આગામી ૧૫મી નવેમ્બરે સાબરમતી જ ેલના કેદીઓ ગાંધીસાહિત્યની પરીક્ષા આપશે. પહે લા તબક્કામાં ૬૪૯ કેદીઓ આ પરીક્ષા આપશે.

વધી રહી છે. ત્યારે યોગાનુયોગ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી પણ સાથે જ આવી રહી છે. સમયની સાથે તાલ મિલાવતા છેલ્લાં વરસોમાં ‘નવજીવન મ્યુઝિયમ’, ‘સત્ય આર્ટ ગૅલરી’, ‘સ્વત્વ — ખાદી પરિધાન’, ‘રં ગજ્યોત — ફાઇન આર્ટ’ અને ‘કર્મ કાફે ’ સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને નવજીવન અને ગાંધીવિચાર સાથે જોડવાનું કાર્ય ચાલુ છે તેને વધુ વ્યાપક સ્તરે લઈ જતો કાર્યક્રમ એટલે ગાંધી વનફિફ્ટી. ૨૦૧૯માં વિશ્વભરમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી થશે. એની શરૂઆત અત્યારથી જ કરતા આ પ્રકલ્પ અંતર્ગત ‘ગાંધીક્વિઝ’, ‘ગાંધી ઓન માય વોલ’, ‘વોટ્સ યોર જીક્યુ’ (ગાંધી ક્વોશન્ટ), ‘પ્રોજ ેક્ટ વૈષ્ણવ જન’ અને ‘સબરસ’ સહિત અન્ય કાર્યક્રમો દ્વારા વધુને વધુ લોકો સુધી પહોંચવાનું કાર્ય હાથ ધરાશે. આ પ્રકલ્પના નિયામક પ્રણવ અધ્યારુના શબ્દોમાં ‘ગાંધીની ૧૫૦મી જન્મજયંતી પહે લાં વિશ્વ આખું ગાંધી વિશે ઓછામાં ઓછી ૧૫૦ વાતો જાણે’ તેની રૂપરે ખા આપતું પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું. (વધુ વિગતો આગામી અંકોમાં) કાર્યક્રમના અંતે ‘કર્મ કાફે થાળી’ આરોગતા સૌ માટે નવજીવનના નવા જમાનાને અનુરૂપ ગાંધીવિચાર પહોંચાડવાના પ્રયત્નોને સરાહનીય પ્રતિસાદ સાંપડ્યો હતો.

ગાંધી વનફિફ્ટી

ગાંધીવિચારનાં પુસ્તકોનાં પ્રકાશન તથા વિતરણ દ્વારા આ રીતે નવજીવનની કામગીરી શતાબ્દી ભણી આગળ 

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

391


ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ આઝાદી ઢૂ કં ડી આવવા ટાણે કોમી સુલેહ માટે મહમદ અલી ઝીણાને સમગ્ર હિં દુસ્તાનના વડાપ્રધાન બનવાનો પ્રસ્તાવ મૂકનાર મો. ક. ગાંધીએ મૂકેલો તે આ પ્રકારનો પહે લો પ્રસ્તાવ નહોતો. ઝીણામાં નેતૃત્વના ગુણો ભારત આવ્યાના એક વર્ષમાં જ પારખી ગયેલા ગાંધીજીએ એટલે જ કદાચ અમદાવાદમાં ભરાયેલી સોળમી મુંબઈ પ્રાંતિક રાજકીય પરિષદમાં ઝીણાને પ્રમુખપદે સત્કારતું ભાષણ પણ કર્યું હતું.1 અને ઝીણાના પ્રમુખપણા હે ઠળ મળેલી પરિષદમાં જ એની બીસંટનો કેટલાક પ્રદેશોમાં પ્રવેશવા પર પ્રતિબંધનો વિરોધ કરતો ઠરાવ, ગિરમીટ પ્રથાનો વિરોધ કરતો ઠરાવ, વીરમગામની જકાત કાઢવા અંગેનો ઠરાવ વગેરે રજૂ થયા હતા. આ રાજકીય રોકાણોની સાથે શૈક્ષણિક અને રચનાત્મક કાર્યક્રમોમાં ઉપસ્થિતિ પણ આ બે મહિનામાં એટલી જ નોંધનીય રહી …

ઑક્ટોબર ૧૯૧૬

૧ અમદાવાદ.1 ૨થી ૬ (અમદાવાદ). ૭થી ૮ અમદાવાદૹ સ્ત્રી કેળવણી સંમેલનમાં હાજર અને સંયુક્ત કેળવણીની વિરુદ્ધમાં બોલ્યા ‘મારા હાથ દાઝ્યા છે’; પ્રમુખ વિદ્યાબહે ન નીલકંઠ. ૯થી ૧૪ (અમદાવાદ). ૧૫ અમદાવાદ. ૧૬થી ૧૯ (અમદાવાદ). ૨૦ અમદાવાદૹ હોમરૂલ લીગની સ્થાનિક શાખાના આશ્રયે મળેલી સભામાં પ્રમુખપદે. ૨૧ અમદાવાદૹ સોળમી પ્રાંતિક રાજકીય પરિષદ ભરાઈ2 પ્રમુખપદ સ્વીકારવા ઝીણાને વિનંતી કરતું ભાષણ કર્યું.3 ૨૨ અમદાવાદૹ પરિષદ (ચાલુ); ઍની બીસન્ટ ઉપર, મધ્ય પ્રાંત અને મુંબઈ પ્રાંતમાં પ્રવેશ

1. જ ે જ ે મહાન પદવીઓ તેઓ ધરાવે છે તેનો લાભ તેઓ મેળવે એવું હં ુ ઇચ્છું છુ .ં આ સભાનું કામ કરવાને તેમનામાં જ ે દૃઢતા, જ્ઞાન અને શક્તિ જોઈએ તે તેમને ખુદા બક્ષે એવી હં ુ બંદગી કરું છુ .ં –સં [આ ભાષણનો એક અંશ, ગાંધીજીની દિનવારી ૧૩માંથી] 2. સત્કાર મંડળના પ્રમુખપદેથી શેઠ મંગળદાસે અંગ્રેજીમાં ભાષણ કર્યું. –મૂ. 3. લોકમાન્ય ટિળક હાજર હતા. –મૂ.

392

કરવા સામે પ્રતિબંધ ફરમાવતા હુકમનો વિરોધ કરતો ઠરાવ મૂક્યો.4 ૨૩ અમદાવાદૹ પરિષદ (ચાલુ); ગિરમીટ પદ્ધતિનો વિરોધ કરતો ઠરાવ મૂક્યો.5   સર ચીમનલાલ સેતલવાડના પ્રમુખપદે મળેલી, પહે લી ગુજરાત કેળવણી પરિષદમાં,6 ‘માતૃભાષા દ્વારા શિક્ષણ’ અંગે બોલતાં, રાજકીય પરિષદમાં, શેઠ મંગળદાસ અંગ્રેજીમાં બોલ્યા હતા તે સામે સખત અણગમો દર્શાવ્યો.    રઘુનાથ પુરુષોત્તમ પરાંજપેના પ્રમુખપદે મળેલી ચોથી પ્રાંતિક સંસારસુધારા પરિષદમાં અંત્યજોદ્ધાર વિશે પ્રવચન કર્યું. ૨૪ અમદાવાદૹ કેળવણી પરિષદના અંતે પ્રમુખનો આભાર માનતો ઠરાવ મૂક્યો. ૨૫થી ૨૮ (અમદાવાદ). ૨૯થી ૩૦ અમદાવાદ. ૩૧ [અમદાવાદ].

4. એ જ.  ૫. એ જ.  6. એ જ.

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


નવેમ્બર ૧૯૧૬

૧ અમદાવાદ. ૨ અમદાવાદૹ મજૂ ર બાળકોની શાળાની મુલાકાત. ૩થી ૪ (અમદાવાદ). ૫ અમદાવાદ. ૬થી ૮ (અમદાવાદ). ૯ વઢવાણૹ શ્રીમદ્ રાજચન્દ્રની જ્યંતીની ઉજવણીમાં ભાષણ; સ્થળ લીંબડી દરબારનો ઉતારો; પ્રમુખપદે આનંદશંકર ધ્રુવ. ૧૦થી ૧૧ [અમદાવાદ]. ૧૨ ઉમરે ઠૹ સ્વાગત અને સરઘસ.    ઉતારો ઠાકર ઉત્તમરામ મયારામને ત્યાં.  જાહે રસભામાં પ્રવચન; સ્થળ સંતરામનું મંદિર  ગોખલેની છબીની અનાવરણિવધિ કરી અને પુસ્તકાલય ખુલ્લું મૂક્યું.  હરિજન વાસમાં વણકરોની મુલાકાત ડાકોરૹ દર્શન કરી આવ્યા. ૧૩ મુંબઈૹ પોલકનું1 સ્વાગત કરવા આવ્યા. 1. આ અંગ્રેજ ગૃહસ્થ, દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના હાથ

૧૪થી ૧૫ મુંબઈ. ૧૬ મુંબઈૹ પોલકને સન્માનવા સર્વન્ટ્રસ ઑફ ઇન્ડિયા સોસાયટીના મકાનમાં મળેલી સભાના પ્રમુખપદે. ૧૭ અમદાવાદૹ આવ્યા; સાથે પોલક પતિપત્નિ અને [સુરેન્દ્ર]મેઢ.2 ૧૮થી ૨૧ અમદાવાદ. ૨૨ અમદાવાદૹ પોલક અને મેઢને સન્માનવાની સભામાં હાજર; સ્થળ પ્રેમાભાઈ હૉલ. ૨૩થી ૨૫ અમદાવાદ. ૨૬ અમદાવાદૹ ડૉ. સુમત ં મહે તા, ડૉ. હરિપ્રસાદ દેસાઈ, વગેરે સાથે સામાજિક સુધારા વિશે ચર્ચા. ૨૭થી ૩૦ (અમદાવાદ). નીચે કાયદાનો અભ્યાસ કરતા હતા. પાછળથી બંને ગાઢ મિત્રો બની ગયા હતા. ત્યાંની સત્યાગ્રહની લડતમાં એમણે ભાગ લીધો હતો અને બહુ કિમતી સેવા બજાવી હતી. ત્યાંના હિં દીઓના (ગાંધીજીએ શરૂ કરે લા) મુખપત્ર ‘ઇન્ડિયન ઓપિનિયન’ ૧૯૦૬થી ૧૯૧૪ સુધી તંત્રી હતા. એ મુંબઈ બંદરે તા. ૧૬મી ઊતર્યા. –મૂ. 2. ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડતના એક સાથી. –સં. 

‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને લવાજમ અંગેૹ કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (6–16)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 6 એ જૂ ન મહિનો અને 16 એ 2016નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવું ઇચ્છનીય છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

नवजीवनનો અક્ષરદેહ [ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬]

રજત અંક છૂટક કિંમત _ 25

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

393


કાકાસાહે બ કાલેલકર લિખિત કે ટલાંક પુસ્તકો

હિમાલયનો પ્રવાસ ₹ 100.00

જીવનપ્રદીપ ₹ 150.00

₹ 200.00

જીવતા તહે વારો

₹ 180.00

જીવનચિંતન ₹ 150.00

બાપુની ઝાંખી (સંક્ષિપ્ત) ₹ 20.00

જીવનલીલા ₹ 200.00

રખડવાનો આનંદ

જ્યાં દરે કને પહોંચવું છે ₹ 50.00

પ્રાસંગિક પ્રતિસાદ ₹ 200.00

ઓતરાતી દીવાલો

જીવનસંસ્કૃતિ ₹ 350.00

₹ 30.00

પરમ સખા મૃત્યુ ₹ 100.00

આ સંપુટની કુલ કિ�મત રૂ. 1940 થાય છે. આખો સેટ ખરીદનારને

લોકજીવન

394

₹ 150.00

રૂ. 1600માં આપવામાં આવશે.

– વ્યવસ્થાપક

સ્મરણયાત્રા

₹ 60.00

[ઑક્ટોબર–નવેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


કાકાસાહે બ પ્રસ્તાવના વિશે

૩૯૫

[કૃ ષ્ણલાલ શ્રીધરાણીના નાટક ‘વડલો’ની પ્રસ્તાવનાનો પ્રારં ભિક અંશ]


ગુજરાત કાકાનું હં મેશનું ઋણી રહે શે : મગનભાઈ દેસાઈ

કાકાસાહે બ ગાંધીજી સાથે

ગુજરાતના અનેક લોકોની વિચારસૃષ્ટિમાં કાકા અજ્ઞાનપણે પણ બેઠલ ે ા છે. કાકાએ એક જમાનામાં ગુજરાતના વાચક-વિચારક લોકોનાં ચિત્તમાં પ્રવેશ અને આવકાર મેળવ્યો છે. શરીરને બાંધનાર અન્ન પચી ગયા બાદ જ ેમ તે જુ દું નામધારી રહે તું—રહી શકતું નથી, ન રહે વામાં જ તેની કૃ તાર્થતા છે; તે જ પ્રમાણે આપણા મનના ખોરાકનુંય છે. અને સાહિત્ય એ મનનો ખોરાક છે. એ ખોરાક પૂરો પાડવામાં કાકાસાહે બ ગુજરાત પર ‘અઢળક ઢળ્યા છે’. એટલા બધા કે, એક મિત્રે સાચું કહ્યું કે, હાઈસ્કૂલના આરં ભથી માંડીને એમ. એ. સુધી આજ કાકા વંચાય છે, એવી વિવિધ અને વિપુલ સામગ્રી એમણે ગુજરાતને ચરણે ધરી છે. ગુજરાતને કાકાની આ ભેટ ધન્ય કરે છે. તેના સાહિત્યના ઇતિહાસમાં એ વડે કાકા અમર સ્થાન પામ્યા છે. …   ઇતિહાસ કહે છે કે, કાકાએ ગુજરાતમાં ગાંધીજીએ આદરે લા યુગકાર્યમાં અને તેના નવસર્જનમાં અગ્રગણ્ય ભાગ ભજવ્યો છે; અને ‘અક્ષર’ દેહે તેની ભાષામાં એ અંકાઈ ચૂક્યો છે. એમાં જીવનની અને આઝાદીની સાચી ભક્તિ અને કેળવણીનું કાયમી રસાયણ રે ડવાનો જાગ્રત સંકલ્પ સેવાયેલો ઊતર્યો છે. એને કાળ પણ ન હણી શકે. રાષ્ટ્રદેવની આરાધનાનું એ સાહિત્ય આપવાને માટે ગુજરાત કાકાનું હં મેશનું ઋણી રહે શે. ભારત અને ભારતીની સેવામાં કાકાસાહે બ ઘણું જીવો. [કાલેલકર અધ્યયન ગ્રંથમાંથી] ૩૯૬


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.