Navajivanno Akshardeh December 2016

Page 1

વર્ષૹ ૦૪ અંકૹ ૧૨ સળંગ અંકૹ ૪૪ • ડિસેમ્બર ૨૦૧૬

છૂટક કિંમત ઃ _ 40

ગાંધીજીને હં ુ પ્રથમ મળ્યો ૧૯૧૬ની નાતાલમાં-લખનૌ મહાસભા વખતે. દક્ષિણ આફ્રિકામાં વીરતાથી ચલાવેલી એમની લડતને માટે અમને સૌને એમને માટે માન હતું, પણ અમારામાંના ઘણા યુવકોને એઓ બહુ દૂરવર્તી, અમારાથી ભિન્ન અને રાજપ્રકરણવિમુખના લાગતા. તે વેળા તેઓ મહાસભામાં કે રાજકાજમાં ભાગ ન લેતાં કેવળ દક્ષિણ આફ્રિકાના હિં દીઓના પ્રશ્ન ઉપર જ ધ્યાન આપતા હતા. પણ આ પછી ચંપારણમાં ત્યાંના નીલવરોના કિસાનોના તરફથી એમણે લડત ઉઠાવી અને વિજય મેળવ્યો તેથી અમારી સૌની છાતી ફૂલાઈ ગઈ. અમે જોઈ શક્યા કે એમની પોતાનાં શસ્ત્રોનો પ્રયોગ હિં દુસ્તાનમાં કરવાની પણ તૈયારી છે. અને એ પ્રયોગ સફળ થવાની વકી છે. ગાંધીજી અને જવાહરલાલ નેહરુ , વર્ધા, ૧૯૩૫

જવાહરલાલ નેહરુ [મારી જીવનકથામાંથી]


વર્ષૹ ૦૪ અંકૹ ૧૨ સળંગ અંકૹ ૪૪ • ડિસેમ્બર ૨૦૧૬ છૂ ટક કિંમત ઃ _ 4૦

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

 જ ેલમાં ગાંધીવિચાર: આ વરસથી વરસોવરસ. . . . . . . . . . . . . . . . . . . . . . ૩૯૯ ૧. ત્યાગનો પ્રગટ્યો ગેરુઓ રં ગ . . . . . . . . . . . . . . . . . .ગંભીરસિંહ ગોહિલ . . ૪૦૦ ૨. પુસ્તક પરિચયૹ બા : મહાત્માનાં અર્ધાંગિની. . . . .સતીષ શામળદાસ ચારણ . . ૪૦૬

કેતન રૂપેરા

૩. કોમી ત્રિકોણ – ૨. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . પ્યારે લાલ . . ૪૧૧

પરામર્શક

૫. હમીદભાઈ કુ રેશીની યાદ. . . . . . . . . . . . . . . . . . . . . . . . ઇલા ર. ભટ્ટ . . ૪૨૧

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર ભાષાશુદ્ધિ

અશોક પંડ્યા આવરણ ૪

ચલણી નાણાં સાથે ભાવઘટાડાના સંબંધ અંગે કિશોરલાલ મશરૂવાળા [હરિજનબંધુ, ૧૩-૦૧-૧૯૫૧] અને બિસ્માર્ક વિશે ગાંધીજી-મહાદેવભાઈનો સંવાદ [હરિજનબંધુ, ૬-૦૧-૧૯૫૧] વાર્ષિક લવાજમ ઃ

૪. કિશોરલાલ મશરૂવાળાની સાહિત્ય-પ્રવૃત્તિ – ૪. . . નરહરિ દ્વારકાદાસ પરીખ . . ૪૧૬ ૬. સદ્ગત કનુભાઈ ગાંધી અને મહાત્મા ગાંધીનો વેલો . . . . . . પ્રકાશ ન. શાહ . . ૪૨૩ ૭.

મીરાં ભટ્ટને શ્રદ્ધાંજલિ

એક પવિત્ર બાળા ઃ મિસ સોન્જા શ્લેશિન. . . . . . . . . . . . . . .મીરાં ભટ્ટ . . ૪૨૫

૮. પુનઃ પરિચય, સંક્ષિપ્ત પરિચય. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૪૨૭ ૯. ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ . . ૪૩૦

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (9–16)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 9 એ સપ્ટેમ્બર મહિનો અને 16 એ 2016નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવું ઇચ્છનીય છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બની શકે છે.

અહીં પણ લવાજમ ભરી શકાય છે. … સૌરભ પુસ્તક ભંડાર

_ ૧૫૦/- (દેશમાં) _ ૧૫૦૦/- (વિદેશમાં)

બી/૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

પ્રતિભાવ/લવાજમ મોકલવાનું સરનામું

સુજ્ઞ વાચકોને . . .

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ ૦૭૯ – ૨૭૫૪૨૬૩૪

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૩૯૮


જેલમાં ગાંધીવિચાર : આ વરસથી વરસોવરસ

ગઈ તા. બીજી ઑક્ટોબર ને ગાંધીજયંતીના દિવસે નવજીવનમાં બે પુસ્તકો—ગાંધી ચિત્રકથા અને

બાૹ મહાત્માના અર્ધાંગિની—નું લોકાર્પણ જ ેલના કેદીઓ દ્વારા કરાયાની બાબતથી આપ સૌ વાકેફ હશો. આ પ્રસંગનો અહે વાલ—ગાંધીવિચારનો પ્રસારૹ જનસામાન્યથી જ ેલ સુધી — પણ ગત અંક(અૉક્ટો. નવે. ૨૦૧૬)માં આપે કદાચ જોયો-વાંચ્યો હશે. તેમાં લખેલી વાત ફરી દોહરાવાની કે ‘સમાજથી સંપૂર્ણ વિખૂટો પડેલો એવો જ ેલના કેદીઓનો વર્ગ કે જ ેઓમાંથી મોટા ભાગના સંજોગો, આવેગ અને ઉશ્કેરાટમાં જાણ્યેઅજાણ્યે કોઈ ગુનો કરી બેઠો હોય છે. બધા જ કેદીઓ મૂળભૂત રીતે ગુનાખોરી માનસ ધરાવતા હોતા નથી. પોતાને થયેલી સજાની મુદ્દત પૂરી થાય ત્યારે તેઓ ફરી જીવનના મુખ્ય પ્રવાહમાં આવી જાય, અને આ માટે જ ેલનાં વર્ષો દરમિયાન જ પોતાનામાં રહે લી ક્ષમતાનો ઉપયોગ કરી આત્મવિશ્વાસ કેળવે એ જરૂરી છે તે માટે’ નવજીવન સાબરમતી જ ેલ-અમદાવાદ સાથે મળીને કેદીઓમાં હકારાત્મક પરિવર્તન લાવવાના હે તુથી એકથી વધુ પ્રવૃત્તિઓ યોજી રહ્યું છે તેમાંની એક પાયાની પ્રવૃત્તિ તે જ ેલના કેદીઓની ગાંધીસાહિત્યની પરીક્ષા. આ પ્રવૃત્તિના ભાગરૂપે તા. ૧૩મી નવેમ્બરે સાબરમતી જ ેલના ૩૬૩ કેદીઓએ ગાંધીસાહિત્યની પરીક્ષા આપી. આ માટે તેઓને અગાઉથી ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા1, મારી જીવનકથા2 અને ગાંધી બાપુ3 એમ ત્રણ પુસ્તકો નવજીવન તરફથી ભેટ આપવામાં આવ્યા હતા અને કુ લ ત્રણ પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા આપવા ઇચ્છનાર કોઈ પણ કેદી એકથી લઈને ત્રણેય પરીક્ષા આપવી હોય તો આપી શકે એવી અનુકૂળતા કરી આપવામાં આવી હતી. વળી, આ પરીક્ષા ભારતની કોઈ પણ ભાષામાં આપી શકે તે માટેની છૂટ પણ આપવામાં આવી હતી, મુખ્યત્વે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ ભાષામાં કેદીઓએ પરીક્ષા આપી. આ કેદીઓમાં અમદાવાદ બૉમ્બ ધડાકા૨૦૦૯ના કેસના આરોપી, કાચા કામના કેદીઓ, મહિલા કેદીઓ અને ગુલબર્ગ હત્યાકાંડ-૨૦૦૨ના કેસના સજા પામેલા કેદીઓ પણ હતા. આ ત્રણેય પરીક્ષામાં એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા. આ રીતે કુ લ નવ પરીક્ષાર્થીઓને તા. ૮ ડિસેમ્બરે સાબરમતી જ ેલમાં યોજાયેલા કાર્યક્રમમાં પાંચ હજારથી લઈ પચીસ હજારના પુરસ્કાર આપવામાં આવ્યા. આ ઉપરાંત સૌ પરીક્ષાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. માત્ર આ જ વર્ષે આ પરીક્ષા ન લેતાં જ ેલમાં ગાંધીવિચારનો પ્રસાર વરસોવરસ થતો રહે એ માટે કાયમી રૂપે આ પ્રવૃત્તિ ચાલુ રાખવાનું આયોજનમાં છે. આ ઉપરાંત કેદીઓમાં રહે લી સુષુપ્તકળા અને અન્ય આવડતોને પ્રોત્સાહન મળે તેવી પ્રવૃત્તિ હાથ ધરવાનું પણ આયોજનમાં છે. તેની વાત પ્રસંગોપાત ‘नवजीवनનો અક્ષરદેહ’ વાટે આપ સૌ સુધી પહોંચતી રહે શે. વિવેક દેસાઈ મૅનેજિંગ ટ્રસ્ટી, નવજીવન 1. ગાંધીજીની આત્મકથા અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, એ બંને પુસ્તકોને સાથે રાખીને કરાયેલો સંક્ષેપ, સંક્ષેપકારૹ ભારતન કુ મારપ્પા (૧૮૯૬–૧૯૫૭). 2. બાળકથી લઈને સગીર વયના માટે પણ ઉપરનાં બે પુસ્તકોનો ભારતન કુ મારપ્પાએ કરે લો સંક્ષેપ 3. બેસ્ટ સેલર હિન્દી પુસ્તક गांघी बाबा (લે. બેગમ કુ દસિયા જ ૈદી)નો ગુજરાતી અનુવાદ પણ બેસ્ટ સેલર્સની યાદીમાં છે. અનુ. જિતેન્દ્ર દેસાઈ –સં.

नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

399


ત્યાગનો પ્રગટ�ો ગેરુઓ રંગ ગંભીરસિંહ ગોહિલ લોકશાહી સારી કે રાજાશાહી—ની ચર્ચા આપણે ત્યાં અવારનવાર થતી રહે છે ને જો સમજુ માણસો ચર્ચાએ ચડ્યા હોય તો બંનેના જમા-ઉધારની ચર્ચા પછી છેવટે રાજાશાહી હોય કે લોકશાહી, શાસક સારો હોવો જોઈએ. પ્રજા કે નાગરિકોનાં દુ:ખદર્દોને સમજનારો ને તેને દૂર કરનારો હોવો જોઈએ, એવા મધ્યમ માર્ગે વાત આવી અટકે છે. હિંદમાં રાજાશાહી ટાણે અંગ્રેજોનું આગમન થયું પણ પછી આઝાદી મળતાં તેમણે આ દેશ છોડ્યો ત્યારે લોકશાહી સ્વીકારીને ભારતમાં ભળવા માટે બહુ ઓછા રાજા વિના વિલંબે સરદાર પટેલ સાથે સહમત થયા હતા. એમાંનું એક અગ્રણી નામ તે કૃ ષ્ણકુ મારસિંહજી. ભાવનગરના આ મહારાજાએ દાખવેલા ત્યાગ અને સમર્પણ રાષ્ટ્રપિતા ગાંધીજી માટે પણ આશ્વર્ય પમાડનારાં હતાં. ‘મારે રાજ્ય જોઈતું નથી, સુખવૈભવ કે પુનર્જન્મની ઇચ્છા નથી. હં ુ તો ઇચ્છું એટલું જ કે મારી પ્રજાનાં દુઃખદર્દો દૂર થાય.’ કહે નાર એ મહારાજાના જીવનચરિત્ર પ્રજાવત્સલ રાજવીમાંથી સ્વતંત્ર ભારતને ભાવનગર રાજ્ય સોંપ્યાનું રસપ્રદ પ્રકરણ…

દિલ્હીનું બિરલા હાઉસ.

સ્વાતંત્ર્ય પછીના દિવસોમાં દેશની સંવેદનાઓનું કેન્દ્ર. તે હતી ૧૯૪૭ના ડિસેમ્બરની ૧૭મી તારીખ. અંધકારભરી રાત્રિના ૧૧નો સમય. આસપાસ બધું સૂમસામ. શિયાળાની ઠંડક. ગાંધીજીનું એ નિવાસસ્થાન. પ્રવચનો, અગત્યના કાગળો વગેરે જોઈને તેઓ પરવાર્યા છે. ગાંધીજીનાં અંતેવાસી મનુબહે ન ગાંધીને સૂચના અપાઈ ગઈ છે: ‘દરવાજ ે સમય કરતાં પાંચેક મિનિટ વહે લી ઊભી રહે જ ે અને મુલાકાતીને આવકારી અંદર લાવજ ે.’ ગાંધીજી પાસે તો વાઇસરૉય સહિતના અનેક

બિરલા હાઉસમાં બાપુની બેઠક

400

મુલાકાતી આવે છે. તેમના માટે પણ આવી તૈયારી ક્યારે ય રખાતી નથી. ‘તેમને બરાબર સારી રીતે આવકાર આપજ ે’ એવું ફરીથી જણાવી ગાંધીજીએ મનુબહે નને સતત આશ્ચર્યમાં રાખ્યાં છે. બિરલા હાઉસના દરવાજ ે એક કાર આવીને ઊભી રહે છે. બે મહાનુભાવ ઊતરીને મનુબહે ન સાથે અંદર આવે છે. મધ સાથે ગરમ પાણી પી રહે લા ગાંધીજી ઓરડામાં ગાદલા પર બેઠા છે. અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે. પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. આવનારને જોઈને હાથમાંનો પ્યાલો મનુબહે નને આપીને ગાંધીજી ઊભા થાય છે. બાથરૂમ જવું હશે એમ ધારી મનુબહે ન ચાખડી લેવા જાય છે. ગાંધીજી અતિથિને હાથ જોડી સત્કારીને બેસી જાય છે. મનુબહે ન માટે અતિથિ અજાણ્યા નથી. ગાંધીજીએ તેમના માટે રાખેલી દરકાર એ નવી બાબત છે. બંધ ગળાનો લાંબો કોટ, સુરવાળ અને ફરની કાળી ટોપી પહે રીને આવેલા મુલાકાતી ભાવનગરના મહારાજા કૃ ષ્ણકુ માર સિંહજી છે. સાથેના સફે દ ફેં ટાવાળા દીવાન અનંતરાય પટ્ટણી [ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


છે, જ ેમને બીજા ખંડમાં બેસાડવામાં આવ્યા છે. મહારાજા ગાંધીજીને એકલા મળે છે. મંત્રણાનો વિષય છે, દેશી રજવાડાંઓ અંગેનો. દેશી રજવાડાંઓ સ્વાતંત્ર્ય પછીની પરિસ્થિતિ અંગે ભારત સરકાર સાથે વાટાઘાટો ચલાવી રહ્યાં છે. કાશ્મીર, હૈ દરાબાદ વગેરે રાજ્યોના સળગતા પ્રશ્નો છે. સરદાર વલ્લભભાઈ પટેલ તેનો ઉકેલ લાવવા મથામણ કરી રહ્યા છે. અંગ્રેજ સરકારની જ્યાં હકૂ મત હતી તે સર્વ પ્રદેશો ભારત અને પાકિસ્તાનને મળ્યા. સ્વાતંત્ર્ય મળ્યું. પણ અખંડ હિં દ ન રહ્યું. દેશના ભાગલા પડ્યા. તેની પછવાડે અંગ્રેજોની કુ ટિલ રાજનીતિ હતી. તેનો હવે બીજો તબક્કો શરૂ થઈ ગયો હતો. દેશના ફરી ભાગલા પડે તે માટે જુ દાં જુ દાં પરિબળો કામ કરી રહ્યાં હતાં. તે બાબત હતી દેશી રાજ્યો અંગેની. દેશી રાજ્યો પર અંગ્રેજ સરકારની સીધી હકૂ મત નહોતી. તેમના વચ્ચે કરારો હતા. આ કરારો અંગ્રેજ સલ્તનતની સર્વોપરી સત્તા (paramountcy) સાથે થયેલા હતા. સ્વાતંત્ર્ય મળતાં ભારતીય ઉપખંડમાંથી સર્વોપરી સત્તા ચાલી ગઈ. સાદી ભાષામાં કહીએ તો દેશી રાજ્યો સ્વતંત્ર થયાં. તેમનું ભવિષ્ય તેમણે નક્કી કરવાનું હતું. તેઓ નિર્ણય કરે તેના પર દેશની એકતાનો આધાર હતો. આવા સંક્રાંતિકાળે રાજસ્થાનના રાજાઓ, અન્ય રાજવીઓ અને કાઠિયાવાડનાં ૨૨૨ રજવાડાંઓ અવનવી યોજનાઓ વિચારી રહ્યાં હતાં. કાશ્મીર, હૈ દરાબાદ, જૂ નાગઢ વગેરે રાજ્યોમાં પાકિસ્તાન દ્વારા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા. જૂ નાગઢનો પ્રશ્ન તાજ ેતરમાં ઉકેલાયો હતો. ત્રાવણકોર રાજ્યે સ્વતંત્ર થવાની જાહે રાત કરી અને પાછી ખેંચી લીધી. કોઈક રાજપૂત રાજા પાકિસ્તાન સાથે ભળવાની છૂપી વાટાઘાટો ચલાવી રહ્યા હતા. જામનગરના જામસાહે બ જ ેવા ઘણા નવાં नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

ભાવનગરના મહારાજા કૃ ષ્ણકુ મારસિંહજી જુ દી

માટીથી ઘડાયેલા હતા. તેમણે સામે ચાલીને

ગાંધીજીની મુલાકાત માગી હતી. પોતાની તેર

વરસની ઉંમરે ભાવનગરના મહે લમાં ગાંધીજી સામે ચાલીને મળવા આવ્યા હતા તે યાદ હતું. હાલની

ઐતિહાસિક મુલાકાત પહે લાં મહારાજાએ કેટલુંક વિચારી લીધેલું હતું. દેશની એકતા ખાતર સાત સૈકા જૂ ની પોતાની રાજ્યસત્તા, જનક વૈદેહીની

જેમ નિર્લેપ બનીને, નિષ્કપટ ભાવથી, છોડી દેવાનો

નિર્ણય કરીને તેઓ આવ્યા હતા. તેમનાં પગલાંમાં �ઢતા હતી

રાજસ્થાનો રચવા પ્રયાસો કરી રહ્યા હતા. જામજૂ થ યોજનાને તેનું ઉદાહરણ ગણાવી શકાય. સરદાર પટેલને દેશી રાજ્યોના પ્રશ્નનો ઉકેલ નજીક દેખાતો નહોતો. સત્તા છોડવાનું કોઈને પણ ગમે નહીં. રાજાઓને કેમ ગમે? સત્તા સાથે પ્રતિષ્ઠા, નામના, સંપત્તિ, સાહ્યબી, અમનચમન, દેશવિદેશના સૈર-સંબંધો, અહં મન્યતા વગેરે ઘણું સંકળાયેલું હોય છે. બધું એક ઝટકે ચાલ્યું જાય તે શી રીતે સહન થાય? સદીઓથી ભોગવેલી જાહોજલાલી છોડવા રાજવીઓનું મન માનતું નહોતું. ભાવનગરના મહારાજા કૃ ષ્ણકુ મારસિંહજી જ ેવા ઇતિહાસનાં પરિવર્તનોને ઓળખનારા દેશભક્ત રાજવીઓ બહુ ઓછા હતા. ભાવનગરના મહારાજા કૃ ષ્ણકુ મારસિંહજી જુ દી માટીથી ઘડાયેલા હતા. તેમણે સામે ચાલીને ગાંધીજીની મુલાકાત માગી હતી. પોતાની તેર વરસની ઉંમરે ભાવનગરના મહે લમાં ગાંધીજી સામે ચાલીને મળવા આવ્યા હતા તે યાદ હતું. હાલની ઐતિહાસિક મુલાકાત પહે લાં મહારાજાએ કેટલુંક વિચારી લીધેલું હતું. દેશની એકતા ખાતર સાત સૈકા જૂ ની પોતાની રાજ્યસત્તા, જનક વૈદેહીની જ ેમ નિર્લેપ 401


મનુબહે ને મહારાજાનું એક વાક્ય યાદ રાખ્યું હતું ઃ

‘મારી ઇચ્છામાં રાણીસાહે બની ઇચ્છાનો સમાવેશ

થઈ જાય છે.’ આ કં ઈ ગળે ઊતરતું નહોતું.

સ્ત્રીસ્વભાવ એટલો સીધોસાદો હોતો નથી. આટલું મોટું રાજ્ય, તેનો સુખવૈભવ અને માન-મહિમા

છોડવા કોઈ સ્ત્રી તૈયાર થાય નહી.ં પછી ભાવનગર

ખાતે મહારાણી વિજયાબાને રૂબરૂ મળવાનું થયું ત્યારે આ વાત આગળ ચાલી. આ દેવાંશી

સન્નારીમાં પણ મનુબહે નને મહારાજા જેવી જ ઉમદા

ત્યાગભાવનાનાં દર્શન થયાં. તેમણે કહ્યું ઃ ‘પ્રજાનું

હતું અને પ્રજાને આપ્યું ને? એમાં ક્યાં ઉપકાર કર્યો? વળી પૂ. બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદ્ભ ‌ ાગ્ય સાંપડ�ું.’

બનીને, નિષ્કપટ ભાવથી, છોડી દેવાનો નિર્ણય કરીને તેઓ આવ્યા હતા. તેમનાં પગલાંમાં દૃઢતા હતી. ‘મારી પ્રજા સુખી રહો’ એવો મુદ્રાલેખ ધરાવનાર મહારાજા લોકો માટે કંઈક જતું કરીને સંતોષ અનુભવનારા અનોખા માનવી હતા. ગાંધીજીને રૂબરૂમાં તેમણે પોતાનો નિર્ણય કહી સંભળાવ્યો. મહાત્માજી કહે , ‘રાણીસાહે બને અને તમારા ભાઈઓને પૂછ્યું છે?’ જવાબ મળ્યો, ‘મારી ઇચ્છામાં રાણીસાહે બની ઇચ્છાનો સમાવેશ થઈ જાય છે. તેમની પ્રેરણાથી જ બધું કરું છુ .ં ’ દસપંદર મિનિટ ચાલેલી ચર્ચામાં મહારાજાએ પોતાની રાજ્યસત્તા ગાંધીજીનાં ચરણે ધરી દીધી. તે નિમિત્તે જ ે કોઈ પગલાં લેવાનાં થાય તે તેઓ ગાંધીજીના માર્ગદર્શન પ્રમાણે લેશે. રોકડ, મિલકતો વગેરે તેઓ જવાબદાર રાજતંત્રને સોંપી દેશે. ગાંધીજીની સંમતિ હશે એટલી જ ખાનગી મિલકતો રાખશે. સાલિયાણું જ ે ગાંધીજી નક્કી કરી આપશે તે જ લેશે. મહારાજાની લાગણીભીની રજૂ આતથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા. હિં દનાં બધાં દેશી રજવાડાંમાં રાજાએ પ્રજાના સેવક બની ટ્રસ્ટી તરીકે 402

રહે વું જોઈએ એવી માન્યતા તેમણે વ્યક્ત કરે લી હતી. તે સિદ્ધાંત જીવંત રીતે અપનાવવાનું સંપૂર્ણ માન તેમણે કૃ ષ્ણકુ મારસિંહજીને આપ્યું. આ મહારાજા તો મહારાજા જ છે એમ ગાંધીજીએ કહ્યું. સાવ નિર્દોષ બાળક જ ેવો સ્વભાવ છે. ઉત્તમ વૃત્તિ તેઓ ધરાવે છે. અદ્ભુત માણસ છે. પોતે મહારાજાને સ્પષ્ટ રીતે કહી સાવચેત કર્યા કે બીજા રાજાઓ કદાચ તેમની નીતિ વખોડશે. તેમ છતાં મહારાજા તેમના નિર્ણયમાં મક્કમ રહ્યા. ગાંધીજીએ કહ્યું કે આવા થોડાક રાજાઓ જો મને મળે તો દેશનો વહીવટ તેઓના હાથમાં મૂકતાં જરાય ખચકાઉં નહીં. આ રાજાઓને રાજ્ય ચલાવવાનો જ ે બહોળો અનુભવ અને જ્ઞાન છે તે અત્યારનાઓને નથી. આ રીતે આ લોકો ખૂબ કામના છે. ગાંધીજીના મનમાં કૃ ષ્ણકુ મારસિંહજીની ભાવના એટલી ઊંડે સુધી વસી ગઈ હતી કે જવાહરલાલજી, સરદાર વગેરે નેતાઓને પણ તેઓ હર્ષભેર આ વાત કહે તા હતા. સરદારે તો મહારાજા સાથે રૂબરૂ વાત કરીને તેમના નિર્ણયના અનુસંધાને આગળની કાર્યવાહી શરૂ કરાવી દીધી. મહાત્માજી પોતાની પ્રતીતિ સૌને જણાવતા રહ્યા કે સૌ રાજાઓએ કૃ ષ્ણકુ મારના માર્ગે ચાલ્યા વિના છૂટકો નથી. મહારાજાને વળાવવા ગાંધીજી જાતે બહાર નીકળી તેમની કાર સુધી ગયા હતા. થોડા દિવસ પછી, કપુરથલાના મહારાજા ગાંધીજીની સલાહ લેવા આવ્યા ત્યારે તેમને ભાવનગરનો દાખલો આપી કહ્યું કે હવે તમામ દેશી રજવાડાંઓએ પોતાની મિલકતના ટ્રસ્ટી બની દેશના નવનિર્માણમાં લાગી જવું જોઈએ. એ રીતે નહીં ચાલે તો લોકો તેમની પાસેથી બધું ઝૂંટવી લેશે. માટે માનભેર સ્વેચ્છાએ ત્યાગભાવનાથી વર્તવામાં જયવારો છે. મદનસિંહજી, કચ્છના યુવરાજસાહે બ [ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


ડાબેથી વડા પ્રધાન જવાહરલાલ નેહરુ, ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી, ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ, મહારાજા કૃ ષ્ણકુ મારસિંહજી અને દાદાસાહે બ માવળંકર

આવ્યા. એ લોકો હજી બેઠા હતા ત્યાં જ ભાવનગરના મહારાજા અને તેમના દીવાન અનંતરાય પટ્ટણી દાખલ થયા. કચ્છના યુવરાજને ભાવનગરના મહારાજા તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘જુ ઓ, તમારે શું કરવું તે આમને પૂછો. કચ્છ કાઠિયાવાડનો કોઈ આદર્શ હોય તો તે ભાવનગર છે. ભાવનગરે જ ે સ્તુત્ય પગલું ભર્યું છે તે પગલે સહુ ચાલશે તો કશી હરકત નહીં આવે. નહીંતર આડેઅવળે રસ્તે જશો તો કાંટાઝાંખરાંમાં ભરાવાનો વખત આવશે.’ ગાંધીજી પાસે મુલાકાતીઓનો સિલસિલો ચાલતો રહે છે. દેશમાં બદલાવની હવા છે. દેશી રજવાડાંઓના પ્રશ્નો ચકડોળે ચડેલા છે. નિત નવા સમાચારો આવતા રહે છે. કેવી ઊથલપાથલ થશે તેની સૌને દહે શત છે. દિવસમાં જ ેટલા દેશી રાજ્યોના રાજાઓ કે પ્રતિનિધિઓ આવે છે તેમને ભાવનગરનો દાખલો આપતાં ગાંધીજી ધન્યતાનો અનુભવ કરે છે. ૩૫–૩૬ વરસના યુવાન મહારાજાને ગાંધીજી જ ેવી વિભૂતિ પાસેથી આ રીતે જ ે માન મળ્યું તે કોઈને પણ ઈર્ષા આવે તેવું છે. ગાંધીજી પાસે વાઇસરૉય, વડા પ્રધાન, વિદેશના મહામના મહાનુભાવો વગેરે ઘણા આવે છે. તેમને કોઈને ગાડી સુધી આવકારવા—વળાવવાનો વિધિ ગાંધીજી દ્વારા થયો નથી. એક વાર તક મળતાં नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

મનુબહે ને પૂછ્યું, ‘બાપુ, તમે ઊભા કેમ થયા હતા?’ ગાંધીજીનો જવાબ વિવેકના અનોખા ઉદાહરણરૂપ હતોૹ ‘તું જાણે છે ને કે હં ુ ભાવનગરની શામળદાસ કૉલેજમાં ભણેલો છુ .ં એટલે મારો તો એ રાજા ને? મારે એને માન આપવું જ જોઈએ.’ મનુબહે ને મહારાજાનું એક વાક્ય યાદ રાખ્યું હતુંૹ ‘મારી ઇચ્છામાં રાણીસાહે બની ઇચ્છાનો સમાવેશ થઈ જાય છે.’ આ કંઈ ગળે ઊતરતું નહોતું. સ્ત્રીસ્વભાવ એટલો સીધોસાદો હોતો નથી. આટલું મોટુ ં રાજ્ય, તેનો સુખવૈભવ અને માનમહિમા છોડવા કોઈ સ્ત્રી તૈયાર થાય નહીં. પછી ભાવનગર ખાતે મહારાણી વિજયાબાને રૂબરૂ મળવાનું થયું ત્યારે આ વાત આગળ ચાલી. આ દેવાંશી સન્નારીમાં પણ મનુબહે નને મહારાજા જ ેવી જ ઉમદા ત્યાગભાવનાનાં દર્શન થયાં. તેમણે કહ્યુંૹ ‘પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને? એમાં ક્યાં ઉપકાર કર્યો? વળી પૂ. બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદ્ભાગ્ય સાંપડ્યું.’ ‘અમે અમારું જીવન ખરે ખર ધન્ય થયું સમજીએ છીએ. પૂજ્ય મહાત્માજીની પણ અમારા પ્રત્યે અપાર કૃ પા હતી. એ મંત્રણાના દિવસો અમે ક્યારે ય વીસરી નહીં શકીએ.’ મહારાણી વિજયાબાના આ શબ્દોને ઇતિહાસ કોઈક ખૂણે સાચવી રાખશે. 403


‘ખરેખર આ તો દેશના હિતનો પ્ર�ન છે. પરંતુ સૌ પોતપોતાના અંગત હિતની વાતો કરે છે, સત્તા માટે દેશનું હિત જતું કરવા તૈયાર થયા છે. આમાં હું સંમત નથી. આ સત્તાની દોડમાં હું જોડાવા

માગતો નથી. વ્યક્તિગત સત્તા કરતાં દેશનું હિત

મોટું છે. દેશના ભલા માટે જતું કરીએ તેટલું ઓછુ ં છે. આપણે જેને આપણું માનીએ છીએ તે પણ ખરેખર આપણું ક્યાં છે? તે તો દેશનું જ છે.’

ગોંડલ રાજ્યને કલ્યાણરાજ્ય બનાવવા જીવનભર મથનાર મહારાજા ભગવતસિંહજીનાં તેઓ પૌત્રી હતાં. ગોંડલના આ રાજવીએ, સાબરમતી આશ્રમની સ્થાપનાના આરં ભકાળે, ગાંધીજીને ગુપ્ત રીતે ધનરાશિ આપવાની ઉજ્જ્વળ ભાવના દર્શાવી હતી. શાંતિનિકેતન માટે ૧૦–૧૫ હજાર રૂપિયાના ફાળાની અપેક્ષા સાથે ગોંડલ આવેલા કવિવર રવીન્દ્રનાથને ખાલી હાથે વિદાય કરી તેઓ સ્વસ્થાને પહોંચે તે પછી એક લાખ રૂપિયાનો ચેક સર ભગવતસિંહજીએ રૂબરૂ મળીને આપ્યો હતો. ભાવનગર રાજ્યના વિલીનીકરણની વાટાઘાટો, મંત્રણાઓ, તૈયારીઓ ચાલતી હતી ત્યારે મહારાજાના કિશોરવયના નાના કુ માર શિવભદ્રસિંહજીએ પૂછ્યું, ‘બાપુ, આપ રાજ્ય શા માટે આપી દો છો? આપને શો ડર લાગ્યો છે? આપ મને કેમ કહે તા નથી?’ મહારાજાએ શાંતિથી જવાબ આપ્યો, ‘મને કશો ડર નથી. મારા મનની વાત જુ દી જ છે. દેશના ભાગલા પડ્યા તેનું જ મને સૌથી મોટુ ં દુ:ખ છે. દેશ તો એક અને અખંડ જ રહે વો જોઈતો હતો. હવે જામસાહે બ, જોધપુરના મહારાજા, ભોપાળના નવાબ વગેરે મારી સહી માટે દબાણ કરે છે. બે ભાગલા 404

પડ્યા પછી તેઓ ભારતનો ત્રીજો ભાગ ઊભો કરવા માગે છે. રાજાઓ માટે અલગ રાજસ્થાન જ ેવી કોઈ નવી હસ્તી ઊભી કરવા માગે છે. જો આમ થાય તો દેશના બીજી વાર ભાગલા પડે. એક વાર ભાગલા પડ્યા, હવે બીજી વાર તો નહીં જ પડવા જોઈએ.’ કુ મારે કહ્યું, ‘આપને એવું લાગે છે કે આવું કંઈ બનશે?’ ‘હા, મને એવો ભય છે. આ નવી રચનામાં જોડાવા રાજવીઓ મારા પર દબાણ લાવી રહ્યા છે. મેં તેમાં સંમતિ આપી નથી. તેમ મારું મન પણ કળાવા દીધું નથી.’ ‘બાપુ, એ તો આપે ઠીક કર્યું ગણાય. આપની ખરે ખરી ઇચ્છા શી છે?’ ‘મારી ઇચ્છા એવી છે કે આ બીજી વારના ભાગલા તો કોઈએ અટકાવવા જ જોઈએ, કોઈ પણ હિસાબે તે પાર ન પડે તેમ થવું જોઈએ.’ ‘તો પછી તેમાં કોણ મુશ્કેલી ઊભી કરે છે?’ ‘ખરે ખર આ તો દેશના હિતનો પ્રશ્ન છે. પરં તુ સૌ પોતપોતાના અંગત હિતની વાતો કરે છે, સત્તા માટે દેશનું હિત જતું કરવા તૈયાર થયા છે. આમાં હં ુ સંમત નથી. આ સત્તાની દોડમાં હં ુ જોડાવા માગતો નથી. વ્યક્તિગત સત્તા કરતાં દેશનું હિત મોટુ ં છે. દેશના ભલા માટે જતું કરીએ તેટલું ઓછુ ં છે. આપણે જ ેને આપણું માનીએ છીએ તે પણ ખરે ખર આપણું ક્યાં છે? તે તો દેશનું જ છે.’ ‘તો આ તકે આપ શું કરવા માગો છો?’ ‘દેશ અકબંધ રહે વો જોઈએ તે જ મારી ચિંતાનો વિષય છે. જો હં ુ મોડુ ં કરીશ તો બીજી વારના ભાગલામાં મારે જોડાવું પડશે, ખેંચાઈને સાથે રહે વું પડશે, અનિચ્છાએ પણ સાથ આપવો પડશે. તેનાથી મળતી સત્તા કે લાભમાં મારું મન માનતું નથી.’ ‘અત્યારના સંજોગો જોતાં આપને શું લાગે છે?’ ‘દુનિયાના સંજોગો જોતાં જણાય છે કે આવી [ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


વર્ષના શાસનના સંધિકાળે હં ુ ત્રિભેટ ે આવીને ઊભો છુ .ં ઇતિહાસે સર્જેલી અનોખી પળે જ ે કસોટીમાંથી મારે પસાર થવાનું છે તેમાં યોગ્ય નિર્ણય લેવાનું મને બળ આપજો. પ્રજાજનો અમને રાજવીઓને પૃથ્વીપતિ, ભૂપતિ કે પૃથ્વીશ તરીકે સંબોધે છે. પણ અમે ક્ષત્રિયો તો આ ભૂમિની રખવાળી કરનારા છીએ. અમારી શક્તિ અનુસાર અમે પ્રજાનું પાલન, પોષણ અને જતન કર્યું છે. ભૂમિનો ઉપભોગ કરનારા તો પ્રજાજનો છે. તેમના વિશ્વાસે અમે રાજકાજ કર્યાં. આજ ે તેમનું જ ે છે તે તેમને જ સોંપીને અમે મુક્ત થઈ શકીએ, કૃ તાર્થતા અનુભવીએ એવો મારો સંકલ્પ છે. અમારા પૂર્વજોએ જ્યાં કશી ક્ષતિ કરી હોય ત્યાં અમને ક્ષમા પ્રાપ્ત થજો એ જ મારી પ્રાર્થના, હે દેવ, તમે સ્વીકારજો.

રીતે સત્તા પકડીને બેસી રહે વાથી સત્તા, લાભ કે યશ કશું મળવાનું નથી. મળે તોપણ તે સારું તો નથી. દેશનું અહિત કરીને મેળવવું કે રાખવું તેનો અર્થ શો? એટલે જ મારી ચિંતા એ છે કે દેશની એકતા ટકી રહે તે માટે મારે શું કરવું જોઈએ? મારે કેવો ભોગ આપવો જોઈએ જ ેથી આ અટકે? આ માટેના પ્રયાસો મેં શરૂ કરી દીધા છે.’ ‘આપ તેમાં કઈ રીતે આગળ વધવા માગો છો?’ ‘મેં નિશ્ચય કર્યો છે કે મુક્ત થઈ જવું, રાજ્ય પ્રજાને સુપરત કરી દેવું, જ ેનું જ ે છે તેને તેનું આપી દેવું. પ્રજાનું છે તે પ્રજાને સોંપી દેવું, જ ેથી દેશના બીજી વારના ભાગલાના સાથીદાર થવું ન પડે.’ કુ મારને લાગ્યું કે બાપુ પોતાના નિર્ણયમાં ઘણા મક્કમ છે. મહારાજાના અંતરમનમાં રટણા ચાલતી હતીૹ હે કાળદેવતા! મારા સૂર્યવંશી ગોહિલકુ ળના ૭૦૦ 

ગંભીરસિંહજીએ ખૂબ મહે નત કરીને બીજા કોઈ લખી ના શકે એવું વિરલ પુસ્તક આપ્યું છે. ડૉ. ધીરુભાઈ ઠાકર (૧૯૧૮–૨૦૧૪), અમદાવાદ આ ગ્રંથ એક ઉત્તમ જીવનચરિત્ર છે. અહીં જ ેટલો ઇતિહાસ છે એટલી જ સાહિત્યિક રજૂ આત છે. નરોત્તમ પલાણ, પોરબંદર ‘ગાંધીજી, પ્રિન્સ રણજી અને ક્રિકેટ’ તથા ‘ગાંધીયુગના સત્યાગ્રહી, શિક્ષક, સંશોધક, સાહિત્યકારૹ રામનારાયણ ના. પાઠક’ લેખો થકી અને કદાચ એ પહે લાંથી પણ ‘नवजीवनનો અક્ષરદેહ’ના વાચકો ગંભીરસિંહ ગોહિલની સાહિત્યિક-સંશોધક-દૃષ્ટિથી વાકેફ હશે. ભાવનગરના મહારાજા કૃ ષ્ણકુ મારસિંહજી વિશેનું આ પુસ્તક તેમની ૧૪ વર્ષની સંશોધન અને મહે નતનો પરિપાક છે. ગુજરાતી સાહિત્ય પરિષદે વર્ષ ૨૦૧૨ની શ્રેષ્ઠ જીવનકથા તરીકે આ પુસ્તકને નવાજ્યું છે તો ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ વર્ષ ૨૦૧૨–૧૩ માટે જીવનકથાના પ્રકાશનોમાં આ પુસ્તકને પ્રથમ પારિતોષિક આપ્યું છે. કૃ ષ્ણકુ મારસિંહજી વિશેનાં ૬૦૦ ઉપરાંત પાનાં અને કલર ફોટા સહિત કુ લ ૪૦૦ જ ેટલાં ફોટા સમાવતા આ જીવનચરિત્રની અન્ય ઉપલબ્ધિ એ છે કે તેમાંનું એક પ્રકરણ ધો.૮ના પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન પામ્યું છે. લેખકના પોતાના જ રાજવી પ્રકાશને પ્રસિદ્ધ કરે લા આ પુસ્તકના મુખ્ય વિક્રેતા તરીકે નવજીવન છે અને ગુજરાતી પ્રકાશનોમાં ઉત્તમ નમૂના રૂપ ઈ-બુક e-શબ્દ પર ઉપલબ્ધ છે. – સં.

મુખ્ય વિક્રેતા નવજીવન પ્રકાશન મંદિર સરનામું, ઇમેઇલ અને વેબસાઇટ માટે જુ ઓ આવરણ ૨

नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

ઈ બુક માટે સંપર્ક e-શબ્દૹ http://www.e-shabda.com/ Telૹ +91–79–67124222 • Faxૹ +91–79–30487400 Emailૹ Informationૹ info@e-shabda.com Sales: sales@e-shabda.com 405


સુકન્યા કસ્તૂરબાઈથી રાષ્ટ્રમાતા કસ્તૂરબા સુધીની

જીવનસફર સમાવતું પુસ્તક : બા : મહાત્માનાં અધા�ગિની

પુસ્તક પરિચય

સતીષ શામળદાસ ચારણ ‘બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કંઈ ખેંચથી નહોતું બન્યું; પણ બામાં જ એ ગુણ સમય આવ્યે ખીલી નીકળ્યો. એની ઇચ્છાશક્તિ ખૂબ મજબૂત હતી. નવપરિણીત કાળમાં હં ુ બાને હઠીલી ગણી કાઢતો, પણ આ મજબૂત ઇચ્છાશક્તિને લીધે તે અજાણમાં જ અહિંસક અસહકારની કળામાં મારી ગુરુ બની. મારું જાહે ર જીવન ખીલતું ગયું તેમ બા ખીલતી ગઈ, અને પુખ્ત વિચારપૂર્વક મારામાં એટલે કે મારા કામમાં સમાતી ગઈ.’ બાનો પરિચય બાપુથી વધુ સારી રીતે તો આપણને બીજુ ં કોણ કરાવી શકે? પણ એમના સિવાય જો કોઈએ આ પરિચય કરાવવાનો થાય, તો બા-બાપુના પરિવારમાંની કોઈ વ્યક્તિ કદાચ વધુ યોગ્ય ઠરે . અને આવી એક નહીં બે વ્યક્તિ ભેગી થાય ત્યારે બાનું સાંગોપાંગ વ્યક્તિત્વ આપણી સામે ખડુ ં કરી શકે. ગાંધીજીના બીજા નંબરના પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર અરુણ ગાંધી લિખિત અને પહે લા પુત્ર હરિલાલની દીકરીના પરિવારનાં સોનલ પરીખ અનુવાદિત જીવનચરિત્ર બાૹ મહાત્માનાં અર્ધાંગિનીનું ગઈ બીજી ઑક્ટોબરે નવજીવનમાં લોકાર્પણ થયું. આ પુસ્તકનો પરિચય કરાવે છે કસ્તૂરબાના વ્યક્તિત્વના ચાહક અને અભ્યાસી સતીષ ચારણ…

ભારતવાસીઓને ‘બા’ અને ‘મહાત્મા’ શબ્દનો કામ કર્યું છે તેનો પરિચય આપણને હોવો જરૂરી

કોઈ પરિચય આપવાનો ન હોય. તે શબ્દ જ ખુદ પરિચય છે. પણ આજ ે આપણે વિશ્વમાં જ ે સ્થાન ભોગવીએ છીએ એ પાછળ જ ે શક્તિએ

બાૹ મહાત્માનાં અર્ધાંગિની લે.ૹ અરુણ ગાંધી અનુ.ૹ સોનલ પરીખ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2016 ISBNૹ 978 – 81 – 7229 – 718 – 3 પેપર બૅક સાઇઝૹ 5.5 × 8.5 પાનાંૹ 272 • ૱ 200

406

છે. હિં દમાં હિમાલય જ ેમ જૂ નો લાગવાનો નથી, મહાભારત પણ યુગે યુગે નવીનતાભર્યું જ રહે વાનું છે. તેમ ગાંધીજીનું જીવન પણ ‘ચિરપ્રસ્તુત’ બની રહે વાનું છે. ગાંધીરૂપી હિમાલય કોઈ છૂટાછવાયા મહાશિખરવાળો ગિરિ નથી પણ ગિરિમાળાઓ છે. કસ્તૂરબા પણ તે ગિરિમાળામાંનાં એક ગિરિ છે. આ ગિરિની ઊંચાઈ માપવા શિખર સુધી પહોંચવાનું કામ આપણા માટે અઘરું છે પણ તેનાં ચરણોમાં રહી તેમને પામવાનો નમ્ર પ્રયાસ તો થઈ શકે એવો છે. આવું એક નમ્ર કાર્ય એટલે કસ્તૂરબાનું જીવનચરિત્ર બાૹ મહાત્માનાં અર્ધાંગિની. ગાંધીજીના પૌત્ર અને કર્મશીલ ડૉ. અરુણ ગાંધી [બીજા નંબરના પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર] અને તેમનાં પત્ની સુનંદા ગાંધી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલા પુસ્તક The Untold Story of Kasturbaૹ Wife of Mahatma Gandhi નો ગુજરાતી અનુવાદ નવજીવને હાલમાં જ પ્રકાશિત કર્યો છે. આ જીવનચરિત્રના અનુવાદક સોનલ પરીખ વ્યવસાયે લેખિકા અને [ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


અનુવાદક હોવા ઉપરાંત બાપુના વંશજ [મોટા પુત્ર હરિલાલના પુત્રી રામીબહે નના દોહિત્રી] પણ હોવાના કારણે અનુવાદમાં પ્રાણ પૂરાયો હોય તેવી અનુભૂતિ થાય છે. પુસ્તકમાં કોઈ કાલ્પનિક ચર્ચાઓ કે અર્થઘટનો નથી પણ તેમના દ્વારા જ ે પ્રવૃત્તિઓ થઈ તેનો દસ્તાવેજી ચિતાર આપ્યો છે. પોતાનું હૃદય, બુદ્ધિ અને કાર્યશક્તિ ગાંધીજીના ચરણે ધરી દઈ પોતાની જાતને તેમનામાં ઓગાળી દીધી તેવા કસ્તૂરબા વિશે ગુજરાતીમાં નાની પુસ્તિકા કે કેટલાંક પુસ્તકોમાં સ્વતંત્ર પ્રકરણો વાંચવાના થયા હોય પણ તેમના આખા જીવનચરિત્ર રૂપે આ પહે લું પુસ્તક છે એ રીતે પણ તેનું મહત્ત્વ ઓછુ ં નથી. શરૂઆતના ત્રણ પ્રકરણોમાં કુ મળી બાળકીથી લઈ નવોઢા, ગૃહિણી, સાંસારિક જીવન, કસ્તૂર અને મોહનદાસના જીવનનો સુંદર પ્રાસ વગેરેને ખૂબ જ સરસ રીતે વણી લેવામાં આવ્યાં છે. બંને કુ ટુબ ં ોની રહે ણીકરણી અને સામાજિક જીવનનું વર્ણન પણ જીવંત લાગે છે. શ્રીમંત અને સંસ્કારી એવા પિતા ગોકળદાસ અને માતા વ્રજકુંવરબાની કૂ ખે જન્મેલી કસ્તૂરના મનમાં બાળપણથી જ આદર્શ નારીના સંસ્કારો દૃઢ થયેલા. પણ આ ઢીંગલી જ ેવી કન્યા કસ્તૂર અને ગાંધી પરિવારની પુત્રવધૂ કસ્તૂરબાઈની જીવનશૈલીમાં ઘણો ફરક હતો. તેમ છતાં તેઓ ખૂબ સરળતાથી નવા વાતાવરણમાં ગોઠવાઈ ગયા હતાં. આ પ્રકરણોમાંથી કેટલાંક અવતરણો … …એક રાત્રે મોહને ફરમાન કાઢ્યુંૹ કસ્તૂર, તારે જ્યાં જવું હોય ત્યાં મારી રજા લઈને જવાનું, અને મને પૂરી ખબર આપવાની કે તું ક્યાં જાય છે, ક્યારે જાય છે કોને મળે છે, શા માટે મળે છે.’ કસ્તૂરબાઈએ કહ્યું, ‘તમારું કહે વું એમ છે કે હં ુ તમારું માનું, તમારા માનું કહ્યું ન કરું ? જ્યારે તેઓ કે ઘરની કોઈ વડીલ વ્યક્તિ મને नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

તેમની સાથે જવા કહે તો તેમને એમ કહં ુ કે મને પતિની રજા સિવાય બહાર પગ મૂકવાની મનાઈ છે?’ (પૃષ્ઠ-૨૩). આ હતી ઓળખ કિશોરી કસ્તૂરબાઈની. તેના સ્વતંત્ર મિજાજની. સહે જ પણ ડગ્યા કે ડર્યા વગર પોતાની વાત રજૂ કરવાની. જ ેની પ્રેરણા જ ગાંધીજીને આગળ જતાં અનેક સત્યાગ્રહોમાં ઉપયોગી નીવડી. પતિમાં થતાં પરિવર્તનોનું કસ્તૂરબાઈ નિરીક્ષણ કરતાં. ‘મોહનદાસ મોટો થઈ રહ્યો હતો. પરિપક્વ થઈ રહ્યો હતો.’ તેમની આ બદલાયેલી સ્થિતિ કસ્તૂરબાઈ સમજી શકતાં નહોતાં પણ એટલું તો સમજી લીધું હતું કે ‘પહે લાંની જ ેમ મોહનદાસની દુનિયા હવે કસ્તૂરબાઈમાં સીમિત રહી નથી’ છતાં આ પરિવર્તનો એક પ્રકારનો આનંદ આપતાં હતાં. કેમ કે ‘આ બધાં પરિવર્તનો વચ્ચે સ્થિર વસ્તુ એક જ હતીૹ મોહનદાસનો કસ્તૂરબાઈ પ્રત્યેનો પ્રેમ. (પૃષ્ઠ-૩૫). બીજી બાજુ મોહનદાસની સાપેક્ષે કસ્તૂરબાઈનું એકધારું જીવન, કોઈ બદલાવ નહીં. તેમ છતાં છેક સુધી પતિની સંગાથે. દક્ષિણ આફ્રિકામાં વસવાટ દરમિયાન ખ્રિસ્તી મહે માનના શૌચકર્મ માટેનાં વાસણ સાફ કરવા બાબતે કસ્તૂરબાનો અણગમો છે તેમ લાગતા મોહનદાસે કસ્તૂરબાને ઊંચા સાદે કહ્યુંૹ ‘આ નાટક મારા ઘરમાં નહીં ચાલે.’ મોહનદાસના આ શબ્દો ‘કસ્તૂરબાના હૃદયમાં તીરની જ ેમ ખૂંચ્યા’. એમણે કહી દીધું, ‘તો રાખો તમારું ઘર તમારી પાસે. હં ુ જાઉં છુ .ં ’ કસ્તૂરબાનો હાથ પકડી મોહનદાસ દરવાજા સુધી લઈ જઈ ધક્કો મારવા જતા હતા ત્યાં કસ્તૂરબા બોલ્યાં, ‘તમને શરમ નથી આવતી?… હં ુ ક્યાં જઈશ? … તમારી પત્ની થઈ એટલે તમારી લાતો ખાવી રહી. ભગવાનને ખાતર દરવાજો બંધ કરો, આ તમાશો બંધ કરો.’ (પૃષ્ઠ-૮૨). આમ, 407


જરૂર પડ્યે સંવાદો બા-બાપુના જ શબ્દોમાં અસરકારક રીતે રજૂ કર્યા છે. પતિના સહધર્મચારિણી થવાની સાથે પોતાની અસ્મિતા ય જાળવી રાખતાં કસ્તૂરબાએ જીવનમાં આવતી નાનીમોટી ભરતીઓટ — ચઢાવઉતારને એક જવાબદારી સમજી જીવનની નાવ સંભાળી. બાનું ભણતર નહીવત્ પણ ગણતર ઉચ્ચકક્ષાનું હતું તેનો અનુભવ ડગલે ને પગલે થયા વિના રહે તો નથી. બાળપણથી લઈ સાંસારિક જીવન, બાપુનું જાહે રજીવન, બાપુની ગેરહાજરીમાં કરવાના થતાં કાર્યો જ ે બાહોશી અને દૃઢતાપૂર્વક બાએ કર્યાં તેનો વિસ્તૃત ખ્યાલ પુસ્તકમાંથી મળી રહે છે. બાળકોને તેમના પિતાની પ્રવૃત્તિઓથી અવગત કરી વિચારશીલ બનાવવાના કસ્તૂરબાના પ્રયત્નોનું વર્ણન, માતૃત્વ અને ગૃહસ્થ જીવનનું અદ્ભુત સંયોજન તથા તેમની બદલાતી મનોદશા અને કૌટુબિ ં કજીવનની રોજબરોજની બાબતોને પણ સુંદર રીતે રજૂ કરાઈ છે. ‘એકલતાનો દીર્ઘ પંથ’ નામે પાંચમાં પ્રકરણમાં કરતૂરબાના સ્ત્રીસહજ સ્વભાવને કારણે લાગણીઓ, ચિંતા, સુખ દુ:ખ, ઘરની આર્થિક પરિસ્થિતિ, બાળકોના ઉછેર-ભણતર, ભવિષ્યની ચિંતાઓની જોડે સુખદ કલ્પનાઓ, પતિની નાનામાં નાની બાબતોનું ધ્યાન, મોહનદાસનું લંડન ઉતરાણ, ત્યાંનો શિષ્ટાચાર વગેરેનું હૃદયસ્પર્શી વર્ણન કરે લ છે. દક્ષિણ આફ્રિકાથી ત્રણ વર્ષે મોહન રાજકોટ આવ્યા ત્યારે એ ઘટના કસ્તૂર માટે મનગમતી હતી પણ આત્મસંયમી કસ્તૂર જાણતી હતી કે તે સંયુક્ત પરિવારની વધૂ અને બે પુત્રોની મા છે. એ તત્કાલીન સંજોગોમાં જાહે રમાં આનંદ વ્યક્ત ન કરી શકતી. તે મોહનને ભાવતી વાનગીઓ બનાવતી પણ મોહનને જમાડે તો જ ેઠાણી નંદકુંવરબા…‘પતિ વિના રહે વું તો મુશ્કેલ હતું જ–પણ પતિ જોડે રહે વું પણ ઓછુ ં અઘરું નહોતું.’ 408

કસ્તૂરબાના મનની આવી ઘણી વાતો જ ે અત્યાર સુધી આપણી સમક્ષ નથી આવી તેને હૃદયસ્પર્શી રીતે આલેખવામાં આવી છે. જાણે મર્યાદામાં રહી તેમની આત્મકથા જ કહે વાઈ હોય! પ્રકરણ ૧૦ ‘પરિવર્તન’માં દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની પ્રવૃત્તિઓમાં પરિવર્તનની સાથે સાથે કસ્તૂરબા પણ તે રીતે ઘડાતાં ગયાં. ચોથા પુત્ર દેવદાસના જન્મ વખતે અને પછી કસ્તૂરબાની પ્રસૂતિ પીડાને કારણે ગાંધીજીને ભારતીય નારીનાં સ્થાન અને નિયતિ વિશે ખ્યાલ આવ્યો અને તેને કારણે જ સ્ત્રીપુરુષના સંબંધોમાં લાવવા જોઈતાં ક્રાંતિકારી પરિવર્તનોનો ઉદય થયો. બાપુએ સિદ્ધાંતની બાબતમાં કદી બાંધછોડ ન કરી પણ ‘બાએ પોતાની રીતે પોતાનાં કારણોથી બાંધછોડ કરવાનું સતત ચાલુ રાખ્યું.’ સમય આવતાં તેમણે પોતાની પુત્રવધુઓ માટે લગ્નની ભેટોની વ્યવસ્થા પણ કરી (પૃ. ૯૨). … પોતે નિર્ભય. દુ:ખને પકડી કદી બેસી રહે વાનું નહીં… પોતાની દયા ખાવાનું નહીં… બાપુ જ ેટલું જ ધૈર્ય… સંજોગો ન બદલી શકાય તેમ હોય તો સ્વીકારી લેવાં, કસ્તૂરબાનો જીવનનાં આ ગુણોનો પણ આપણને પરિચય થાય છે. બાપુ જ ેલમાં જતાં ત્યારે તેમની દરે ક જવાબદારી સંભાળતાં બા, પોતાનાં કરતાં વધુ ભણેલા, વધુ જાણકારી ધરાવતાં અને અલગ અલગ ભાષાના લોકોને તેઓ સમજાવતાં, નિભાવતાં અને રચનાત્મક પ્રવૃત્તિઓ સંભાળતાં. પ્રકરણ-૧૪ ‘પ્રતિજ્ઞા’માં બ્રહ્મચર્યની વાત મુકાઈ છે: બ્રહ્મચર્ય એ બાપુનો વિચાર, પણ બાએ એ પોતાનો કરી મૂક્યો તો બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાએ બાપુની જાહે રસેવાના ગગનમાં ઊડવા માટે તેમની પાંખો હવે પૂરેપૂરી ખોલી. સૂર્ય અને સૂર્યના તેજની જ ેમ આખા પુસ્તકમાં ગાંધીજી અને બાને સમાંતર આલેખવામાં આવ્યા છે. [ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


ક્રાંતદર્શી પુરુષ વિચારોના વાવેતર કરે પણ તે વિચારો સાકાર કરવા નક્કર અનુક્રમ ન હોય તો ઝાઝું વળે નહીં. કસ્તૂરબા એવી સ્ત્રી હતાં કે જ ે પોતાના અર્પણ દ્વારા ઇતિહાસની કરવટ બદલવાનું નિમિત્ત બન્યાં. જ ેટલું કહે તાં તે શાંતિથી અને મક્કમતાથી કરતાં. જોઈએૹ જોહાનિસબર્ગમાં મોહનદાસ પર હુમલો થયાનો તાર આવતાં કસ્તૂરબા ચિંતાતુર થતાં કોઈએ ત્યાં જઈ પતિના પડખે ઊભું રહે વાનું કહે તાં કસ્તૂરબાએ જવાબ આપ્યોૹ ‘ના, હં ુ એમ જઈ ન શકું. આમ, પણ ફિનિક્સમાં અત્યારે પૈસાની તંગી છે. તેમાં હં ુ પોતા માટે ખર્ચ ન કરી શકું; આલ્બર્ટ વેસ્ટ બોલ્યા, ‘એનો તો કંઈક રસ્તો કાઢીશું. તમે જઈ આવો.’ કસ્તૂરબાએ મક્કમતાથી કહ્યું, ‘એવી જરૂર નથી. તેમને ઘણા મિત્રો છે, તેઓ તેમની સંભાળ રાખશે અને બીજી વાત, લોકોના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય તે માટે તેઓ કેટલા આગ્રહી છે.’ (પૃષ્ઠ ૧૩૭ – ૧૩૮) શિક્ષણનો અર્થ સમજાવતો બાપુનો મણિલાલ ઉપરનો પત્ર (પૃષ્ઠ ૧૫૦), ખેડા સત્યાગ્રહ માટે નડિયાદથી બા ઉપર લખાયેલ પત્રો (પૃષ્ઠ ૧૯૭), ઉપરાંત, પૃષ્ઠ ૨૩૧ ઉપરનો બાનો હરિલાલ ઉપર લખાયેલ પત્ર અને તે પત્રોમાં લાગણીનું નિરૂપણ ખરે ખર જીવંત છે. જોહાનિસબર્ગમાં મોહનદાસ પર હુમલો ત્યારબાદ તેમની સલામતી માટે ચાર સાથીઓ અને બૉક્સરની ગોઠવણી અને ‘હં ુ ભય સાથે જીવી શકું નહીં.’ કહે તાં મોહનદાસનો બૉક્સર રાખવાનો ઇન્કાર… તે વખતે કસ્તૂરબાએ કહ્યું: ‘…જ ે થાય તેના માટે હં ુ તૈયાર છુ .ં તમે જાહે ર જીવનમાં ઝંપલાવ્યું ત્યારથી મેં મારી જાતને તૈયાર કરવા માંડી હતી. …તમારા મનને મારી કે છોકરાઓની ચિંતામાં અટવાવા ન દેતા. અમને કશો વાંધો આવવાનો નથી. બસ, મારે આટલું જ કહે વું છે.’ આટલું સાંભળતાં મોહનદાસના ચહે રા ઉપર પ્રસન્નતા અને नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

રાહત જોતાં — Only when she was alone in the retreat of her room did she shed the tears she could not show to Mohandas or anyone else (પૃષ્ઠ ૧૫૭, The Untold Story of Kasturba…) વાક્યનો ગુજરાતી અનુવાદ… તેઓએ ‘પોતાનાં ઓરડાના એકાંતમાં જઈ મોહનદાસ કે બીજુ ં કોઈ ન જુ એ તેમ થોડાં આંસુ સારી લીધાં. (પૃષ્ઠ-૧૩૯). અનલંકૃત છતાં હૃદય સોંસરવું નીકળી જાય તેવો ઉત્કૃષ્ટ અનુવાદ અહીં વાંચવા મળે છે. પ્રકરણ ૨૨, ૨૩, ૨૪ અને ૨૫માં કસ્તૂરબાની ચરમસીમાએ પહોંચેલી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ, બે વર્ષમાં પાંચ વાર જ ેલમાં જવું, ભવિષ્યની ઊથલપાથલ, કૌટુબિંક સમસ્યાઓ, ગ્રામોદ્ધારની પ્રવૃત્તિઓ, આઝાદી માટે જાગૃતતા લાવવા દેશમાં અવિરત ભ્રમણ વગેરે બાબતો આલેખવામાં આવી છે. છેલ્લું પ્રકરણ એક પછી એક લોકોની વિદાયમાં મહાદેવભાઈના નિર્જીવ દેહને જોઈને બાના મુખે જ ે ઉદ્ગારો સરી પડે છે, ‘મહાદેવ શું કામ-મને લઈ લેવી હતી ને?’ તેનું વર્ણન આંખોને ભીંજવી દે છે. આખરે કસ્તૂરબાએ પણ પોતાના પતિના જીવનનું અનુસરણ કરતાં જ તેમના ખોળામાં માથું મૂકી જીવન પૂરું કર્યું. બાના મૃત્યુ પ્રસંગે બાપુની મનોદશા જોતાં સોનલબહે ને ગાંધીજી માટે ‘નાનકડા વૃદ્ધ’ શબ્દપ્રયોગ કર્યો છે. આ શબ્દ અંગ્રેજી પુસ્તકમાં નથી પણ અનુવાદમાં જ ે પ્રસંગને સુસંગત છે. કોઈ પવિત્ર ચરિત્ર વાંચતાં હોઈએ એવું લાગતું આ પુસ્તક ગાંધીજી અને કસ્તૂરબાની સંયુક્ત જીવનકથા સમું બની રહે છે. અને તેમાં આવતાં નાનાંમોટાં ચરિત્રો કે જ ેઓ બા-બાપુનાં કાર્યોમાં કેવી રીતે ઉપયોગી થયાં તે પણ આપણી સમક્ષ જીવંત થયાં છે. જ ે લોકો ગાંધીયુગમાં જીવ્યાં તે તો સદ્ભાગી હતા પણ જ ેઓ આ યુગમાં નથી જીવી 409


શક્યાં તેઓને આવાં પુસ્તકો ગાંધીયુગની ઝાંખી કરાવે છે. એટલે આપણે ઓછા સદ્ભાગી નથી અને આવું સદ્ભાગ્ય પ્રાપ્ત કરાવવા બદલ અનુવાદકના આપણે ઋણી છીએ. ૨૭૦ જ ેટલા પૃષ્ઠો અને ૨૮ પ્રકરણમાં વહેં ચાયેલું આ પુસ્તક સરળ શૈલી અને સુરીલી ભાષા સાથે તટસ્થભાવે લખાયેલું છે. કસ્તૂરબાની ધૈર્ય, સહનશીલતા, સ્વાવલંબી, સ્વાભિમાની સ્વભાવની વાતો જ ે અત્યાર સુધી ક્યાંય જાણવા-વાંચવામાં નથી આવી તેને પુસ્તકમાં આવરી લેવામાં આવી છે. કસ્તૂરબાના વાત્સલ્યની વ્યાપકતા, કર્તુત્વ, સદ્ગુણોનું વર્ણન કરતા આ પુસ્તકથી માત્ર વાચનરુચિ જ નથી વધતી પણ તેમાં બા અને બાપુનાં જીવનનાં મૂલ્યો સંઘરાયેલ છે. આ પુસ્તક કસ્તૂરબાના સિદ્ધાંતોની ગાંધીજીના

પ્રારં ભિક જીવન અને કાર્યો ઉપર શી અસર રહી તેનો દસ્તાવેજ છે. અનુવાદકના નિવેદનમાં કહે વાયું છે તેમ તેમણે અનુવાદમાં ખરે ખર ‘જીવ’ પૂર્યો છે. અને તેથી જ આ પુસ્તક ખરે ખર વાચકોના હૃદયને સ્પર્શશે. નવી પેઢીને આ પુસ્તકમાંથી ઘણું જાણવા શીખવા મળશે અને આવાં પુસ્તકોથી સમાજને એક પ્રેરક બળ મળશે. આજ ે દેશ અને દુનિયામાં લગ્ન, દાંપત્યજીવન અને સ્ત્રીપુરુષના સંબંધો કોઈ પણ સંજોગોવશાત જ ે વિકટ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે એ રીતે પણ આ પુસ્તક આગામી પેઢી માટે ઉપયોગી બની રહે એવું છે. આવું પ્રેરણાદાયી અને સુવાચ્ય પુસ્તક પ્રકાશિત કરવા બદલ નવજીવન ટ્રસ્ટ પણ અભિનંદનને પાત્ર છે. E-mailૹ sscharan_aaa@yahoo.co.in 

બા વિશે બાપુ અમે અસાધારણ દંપતી હતાં. ૧૯૦૬માં એકબીજાની સંમતિથી અમે આત્મસંયમ સ્વીકાર્યો ત્યારથી અમારો સંબંધ સાચા મિત્રનો થયો. અમે બે ભિન્ન વ્યક્તિ બની ગયાં. અમારી ગાંઠ પહે લાં કદી નહોતી તેવી દૃઢ બની. મારી એવી ઇચ્છા નહીં છતાં તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે સાચે જ મારું શુભતર અર્ધાંગ બની. મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવી હોય તો હં ુ બાને જ પસંદ કરું.

મો. ક. ગાંધી  [પુસ્તકના આવરણ ૪માંથી]

નિવૃત્તિની શુભેચ્છા શ્રી હરે શભાઈ ગજ્જર નવજીવનમાં ૨૮ વર્ષ સેવા આપીને તા. ૧૯-૧૦-’૧૬ના રોજ વયનિવૃત્ત થયા છે. તેમણે પ્રારં ભમાં મોનો કીબોર્ડ વિભાગમાં, અને એ પછી ફોટો કમ્પોઝ વિભાગમાં કમ્પોઝિટર તરીકે કામગીરી સંભાળી હતી. પછીથી સ્ટોર્સ વિભાગમાં સેવા આપી હતી. એ પછી પણ જરૂર પડ્યે કમ્પોઝ વિભાગમાં ફરજ બજાવતા હતા. કોઈ પણ કામમાં ચીવટ અને નિયમિતતાના તેમના ગુણને કારણે નવજીવનના સૌ સેવકોના હૃદયમાં તેમનું સ્થાન રહ્યું. નવજીવન પરિવાર વતી શ્રી હરે શભાઈને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છા.

410

શ્રી ભીખાભાઈ સગર નવજીવનમાં ૩૨ વર્ષ સેવા આપીને તા. ૯-૧૧-‘૧૬ના રોજ વયનિવૃત્ત થયા છે. તેમણે પ્રારં ભમાં ઓટોમેટિક ટ્રેડલ વિભાગમાં, એ પછી ચેકખાતામાં નંબરિંગ, પછી ઑફસેટમાં અને આખરમાં મેળવણી વિભાગમાં એમ વિવિધ કામગીરી સંભાળી હતી. નવજીવન પરિવાર વતી શ્રી ભીખાભાઈને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છા.

[ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


કોમી ત્રિકોણ – ૨ પ્યારે લાલ સપ્ટેમ્બરના અંકમાં આપણે જાણ્યું કે ૧૯૪૨ની ‘હિંદ છોડો’ની માગણીની બાબતમાં રાજાજીને ગાંધીજી અને કાૅંગ્રેસ સાથે મતભેદ પડ્યો છે. પરિણામે રાજાજીએ કાૅંગ્રેસ કારોબારીમાંથી રાજીનામું આપ્યું છે. અંગ્રેજ સરકારે કાૅંગ્રેસના અન્ય નેતાઓની ધરપકડ કરી છે, પણ રાજાજીની ધરપકડ કરી નથી. આથી રાજાજી રાજકીય મડાગાંઠનો ઉકેલ લાવવા માટે કાૅંગ્રેસ અને મુસ્લિમ લિગ વચ્ચે સમજૂ તી કરાવવાને મથી રહ્યા છે. રાજાજી એક યોજના ઘડીને ગાંધીજી સમક્ષ રજૂ કરે છે. ગાંધીજી તત્કાળ પોતાની સંમતિ આપે છે. ઝીણા સંમતિ આપવાની અશક્તિ દર્શાવે છે. વાત એટલી આગળ વધે છે કે છેવટે રાજાજી ઝીણાને લખે છે, ‘આ સાથે ખાનગી મંત્રણાઓનો અંત ૧૮૯૯ • ૧૯૮૨ આવે છે.’ અને આ મુદ્દે તેઓ હવે પ્રજાને વિશ્વાસમાં લેવાની જરૂરિયાત જુ એ છે. દરમિયાનમાં ગાંધીજીની અટકાયત થાય છે અને તેમણે ઝીણાને લખેલો એક પત્ર પણ અંગ્રેજ સરકાર દ્વારા અટકાવવામાં આવે છે. હા, તેનો સાર જણાવવામાં આવે છે. પત્ર મુજબ ઝીણાની અપેક્ષા કે ‘ગાંધીજી મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણીનો સ્વીકાર કરે અને પછી તેમને લખે’ — એ પૂરી થઈ નહોતી. અટકાયતમાંથી છૂટ્યા પછી આ ગાંઠનો ઉકેલ લાવવા ગાંધીજી ચર્ચિલને પત્ર લખે છે. ઝીણાને પણ પત્ર લખે છે. ઝીણાને વિચારપૂર્વક ગુજરાતીમાં લખવામાં આવેલા આ પત્રમાં પોતાને ‘ઇસ્લામનો કે હિંદના મુસલમાનોનો શત્રુ ન’ ગણીને મુલાકાતની ઇચ્છા પ્રગટ કરે છે, ‘ભાઈ ઝીણા’ કહીને સંબોધે છે અને ‘તમારો ભાઈ ગાંધી’ લખીને પત્ર પૂરો કરે છે. ઝીણા અંગ્રેજીમાં Dear Mr. Gandhiથી શરૂઆત કરીને મુંબઈમાં પોતાના નિવાસસ્થાને ગાંધીજીને સહર્ષ મુલાકાત આપશે એમ જણાવે છે. હવે આગળ…

ઝીણા તથા મુસ્લિમ લીગને આટઆટલાં અવળચંડાં થતો હતો. બીજો પક્ષ મધ્યમ વર્ગના લોકોનો બનેલો

બનાવનાર શી વસ્તુ હતી તથા કેવળ રાષ્ટ્રવાદી હિં દના જ નહીં, પાછળના ભાગમાં. તો, બ્રિટિશ રાજપુરુષોના પણ સઘળા પ્રયાસોને નિષ્ફળ બનાવનાર આ, કોમી ત્રિકોણ શી વસ્તુ હતી? એ કોમી ત્રિકોણને ત્રણ બાજુ ઓ હતી—કૉંગ્રેસ, મુસ્લિમ લીગ અને બ્રિટિશ સત્તા. ટકી રહે વા માટેની અંતિમ લડત ચલાવી રહે લાં, અનુક્રમે રાષ્ટ્રવાદ, કોમવાદ અને સામ્રાજ્યવાદનાં બળો, એ ત્રિકોણની બાજુ ઓ દર્શાવતાં હતાં આ ત્રિકોણની અંદર, તેની બાજુ ઓને વીંધીને બહાર નીકળતો, બીજો એક ત્રિકોણ હતો. એ ત્રિકોણ દેશમાં એ જ વખતે જ ે આર્થિક લડત ચાલી રહી હતી તે દર્શાવતો હતો. એમાં પણ ત્રણ પક્ષકારો હતા. પહે લા પક્ષમાં બ્રિટિશ સત્તા તથા હિં દના જમીનદારો અને અન્ય હિતોનો સમાવેશ नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

હતો. તે ઉપરના પક્ષના પ્રભુત્વમાંથી મુક્ત થવાને લડત ચલાવી રહ્યો હતો પણ તેની નીચેના લોકો સાથેના સંબંધમાં તે પરોપજીવી હતો અથવા તેમના શોષણ પર નભતો હતો. ત્રીજો પક્ષ આમજનતાનો બનેલો હતો. તે બ્રિટિશ અમલ નીચે તો સદી જ ેટલા લાંબા કાળના શોષણને કારણે સાવ જમીનદોસ્ત થઈ ગયો હતો. એ પક્ષના લોકોને કેવળ તેમની વિટંબણાઓ, મુસીબતો અને યાતનાઓની જ જાણ હતી અને સ્વતંત્રતા આવતાં પોતાની દશા સુધરવા પામશે એવી ઝંખના તેઓ સેવ્યા કરતા હતા. અસંતુષ્ટ મુસ્લિમ આમજનતા ઉપર તેની કોમી લાગણીને ઉદ્દેશીને કરવામાં આવતી અપીલની અસર થઈ શકતી હતી. તેની એ લાગણી માટે વસ્તુતઃ ઇતિહાસમાં ભૂતકાળનો પાયો હતો એમ 411


ધાર્મિક મતભેદો તો બ્રિટિશરો હિં દમાં આવ્યા તે પહે લાં પણ મોજૂ દ હતા. બ્રિટિશરો આવ્યા તે પહે લાંના હિં દમાં પણ, ધર્મઝનૂનીઓની, ધર્માંધ લોકોની તથા જુ દા જુ દા સંપ્રદાયોમાં ચાલતા

આંતરિક ઝઘડાઓની નવાઈ નહોતી. આમ છતાં,

એ વખતે, જુ દી જુ દી જાતિઓ, ધર્મો, ભાષાઓ,

સંસ્કૃતિઓ અને સંપ્રદાયો વગેરેના સંગમનું, તેમના

સમન્વયનું ચિત્ર આંખ આગળ ખડું થતું હતું.

મુસલમાન

રાજકર્તાઓ

બિનમુસ્લિમ

વજીરો,

સેનાપતિઓ અને સલાહકારો રાખતા હતા. તેમનો તેમના પર પૂરો વિશ્વાસ હતો અને તેમને માટે તેઓ ગૌરવ લેતા હતા

કહી શકાય. પણ એક વખતના બંગાળના ગવર્નર મિ. કેસીએ કહ્યું હતું તેમ, એ ફરિયાદ માટેની ભૂમિકા તો ક્યારનીયે નષ્ટ થઈ હતી અને હવે તો માત્ર તેની કડવી સ્તુતિ જ મનમાં કઠ્યા કરતી હતી. પરં તુ મુસ્લિમ લીગ, મિ. કેસીના શબ્દો વાપરીએ તો, જ ેને “હિં દુ-હાઉ” જ કહી શકાય, તેવું માનસ પેદા કરવાને માટે, એને ખંતપૂર્વક જલતી રાખતી હતી. મિ. કેસીએ આ પ્રમાણે કહ્યું છેૹ “હિં દુઓ એમ કરવાને ઇચ્છે તોયે, મુસલમાનો ઉપર સામાજિક હીણપતની સ્થિતિ લાદવાની સ્થિતિમાં તેઓ રહ્યા નથી.” કોમી સવાલ, હિં દના સ્થિતિચુસ્ત અને મધ્યમ વર્ગી લોકોનો સાથ લઈને બ્રિટિશ સામ્રાજ્યવાદ જ ે પ્રત્યાઘાતી બળો વ્યક્ત કરતો હતો તેની પેદાશ હતી. રાજકીય સત્તા હાથ કરવા માટેની તેમની લડતમાં, તેમની સલામતીને જોખમાવી રહે લી રાષ્ટ્રીય ચળવળ છિન્નભિન્ન કરી નાખવાને, તેમણે કોમવાદનો કબજો લીધો. દાખલા તરીકે, અસંતુષ્ટ મુસલમાન જનતાને કહે વું કે, તેમનાં દુ:ખો હિં દુ શાહુકારને અથવા હિં દુ જમીનદારને—તેમનો એ જ પ્રત્યક્ષ અનુભવ હતો— આભારી છે એના કરતાં, તથા મુસ્લિમ લીગના આગલી હરોળના ઘણાખરા આગેવાનો પોતે જ, 412

ઇલકાબો ધરાવનારાઓ તથા જમીનદારો હતા—જૂ ની રજવાડી વ્યવસ્થાના અવશેષરૂપ હતા—એ આંખે ઊડી વળગે એવી હકીકત છાવરવા કરતાં, વધારે સહે લું બીજુ ં શું હોઈ શકે? અને આ રીતે, એક વખતના ઉત્સાહી હોમરૂલવાદી ઝીણાએ, કોમવાદના પુરસ્કર્તા તરીકે, કૉન્ઝરવેટિવ પક્ષના બ્રિટિશ જડસુઓ, હિં દમાંની બ્રિટિશ નોકરશાહીના અમલદારો તથા પુરાણી રજવાડી વ્યવસ્થાના પ્રતિનિધિરૂપ પ્રત્યાઘાતી જમીનદારો અને બીજાં સ્થાપિત હિતોને પોતાના ઉત્તમ ભેરુઓ બનાવ્યા અને પોતે ઉદારમતવાદી (લિબરલ) હોવા છતાં, ઇસ્લામી રાજ્યની માગણી કરવાનું તેમણે જરૂરી માન્યું. તે શુક્રવારે નમાજ પઢવાને પણ મસ્જિદમાં જવા લાગ્યા અને છેલ્લામાં છેલ્લી ઢબના ઇંગ્લિશ પોશાકને બદલે તેમણે શેરવાણી પહે રવા માંડી. કોમવાદ, રાજકીય લેબલના ઓઠા નીચે ચલાવાતો ધાર્મિક ઝઘડો કે ધર્મના બુરખા નીચે ચલાવાતો આર્થિક ઝઘડો નહોતો. એ કેવળ વિચારના ગોટાળાનું પરિણામ હતું. એ વિચારનો ગોટાળો ઘણા વર્ગના લોકોમાં સર્વસામાન્ય હતો અને રાજકીય સત્તા મેળવવાને બાજી ખેલનારાઓ, પોતાના હે તુઓ સાધવા માટે, તેને ચાહે તેવું વિકૃ ત સ્વરૂપ આપતા હતા અને તેનો ગેરલાભ ઉઠાવતા હતા. લિપિનો સવાલ, એટલે કે, હિં દની રાષ્ટ્રભાષા માટે દેવનાગરી લિપિ રાખવી કે ફારસી લિપિ રાખવી એ સવાલ, એનું નોંધપાત્ર ઉદાહરણ છે. દેશના ભાગલા પાડવા માટેના વાદવિવાદમાં એ સવાલ અતિશય મહત્ત્વનો બની ગયો હતો. જોકે, દસ ટકા કરતાંયે ઓછા હિં દવાસીઓ લખીવાંચી પણ જાણતા હતા. ધાર્મિક મતભેદો તો બ્રિટિશરો હિં દમાં આવ્યા તે પહે લાં પણ મોજૂ દ હતા. બ્રિટિશરો આવ્યા તે [ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


પહે લાંના હિં દમાં પણ, ધર્મઝનૂનીઓની, ધર્માંધ લોકોની તથા જુ દા જુ દા સંપ્રદાયોમાં ચાલતા આંતરિક ઝઘડાઓની નવાઈ નહોતી. આમ છતાં, એ વખતે, જુ દી જુ દી જાતિઓ, ધર્મો, ભાષાઓ, સંસ્કૃતિઓ અને સંપ્રદાયો વગેરેના સંગમનું, તેમના સમન્વયનું ચિત્ર આંખ આગળ ખડુ ં થતું હતું. મુસલમાન રાજકર્તાઓ બિનમુસ્લિમ વજીરો, સેનાપતિઓ અને સલાહકારો રાખતા હતા. તેમનો તેમના પર પૂરો વિશ્વાસ હતો અને તેમને માટે તેઓ ગૌરવ લેતા હતા. એ જ રીતે, હિં દુ તથા શીખ રાજકર્તાઓ મુસલમાન વજીરો, સેનાપતિઓ તથા સલાહકારો રાખતા હતા. મુસલમાન તથા બિનમુસ્લિમ રિયાસતોના બનેલા રાજ્યસંઘો હતા. સૂફીવાદની જુ દી જુ દી અનેક શાખાઓ જ ેવી, બધા ધર્મોનું સારતત્ત્વ ગ્રહણ કરનારી મહાન ધાર્મિક ચળવળો પણ ચાલતી હતી. એ ચળવળોના સાધુસંતોનો, ઓલિયા-ફકીરોનો હિં દુઓ તેમ જ મુસલમાનો એકસરખી રીતે આદર કરતા હતા અને તેમના પ્રત્યે પૂજ્યભાવ રાખતા હતા. ઉત્તર હિં દના ઘણા મોટા ભાગના મુસલમાનોની ખુદ ઉર્દૂ ભાષા, ફારસી તથા મુસલમાનો હિં દમાં આવ્યા તે વખતે દેશમાં પ્રવર્તતી, સંસ્કૃતમાંથી ઊતરી આવેલી બોલીઓના મિશ્રણમાંથી ઉદ્ભવી હતી. સત્તા હાથ કરવા માટેની લડત કદી પણ જુ દા પડવાની દિશામાં વળી નહોતી અને આમજનતા મોટે ભાગે તેનાથી અલિપ્ત રહે તી હતી. હિં દુઓ તથા મુસલમાનો વચ્ચેની સામુદાયિક સ્પર્ધાની ઘટના તથા ઝીણા અને મુસ્લિમ લીગ જ ેનાં પુરસ્કર્તા બન્યાં તે જુ દા પડવા માટેની ચળવળ ( પંજાબના એક માજી ગવર્નર સર જૉન મેનાર્ડ લંડનના फॉरेन एफेर्समां લખતાં આ વાતનું સમર્થન કરે છે.) બ્રિટિશ અમલ નીચે શરૂ થઈ હતી. સર જૉન લખે છે; “વિશ્લેષક વલણની હસ્તી ન હોત તો, બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

શકી ન હોત અને આજ ે તે પોતાની હસ્તી ટકાવી રાખી શકી ન હોત, એ વાત બેશક સાચી છે. હિં દુ તથા મુસલમાનો વચ્ચેનું વૈમનસ્ય એ વલણનું એક લક્ષણ છે. પરં તુ એ બે કોમો વચ્ચેની સામુદાયિક સ્પર્ધાની શરૂઆત, બ્રિટિશ અમલ નીચે જ થઈ એ પણ સાચું છે. બ્રિટિશરોના પહે લાંના યુગમાં, મુસ્લિમ રાજકર્તાઓ વખતોવખત દેખા દેતા હતા. ... પરં તુ હિં દુ તેમ જ મુસલમાન જનસમુદાયો. ... એકબીજાને પડખે એક જ દેવસ્થાનમાં શાંતિપૂર્વક ઉપાસના કરતા હતા. એ કંઈ એકાએક થવા પામેલો કે આપોઆપ ઉદ્ભવેલો ફે રફાર પણ નહોતો. એની પાછળ ઇંગ્લંડની સામ્રાજ્યવાદી રાજનીતિનું એક આખું પ્રકરણ રહે લું હતું. એ દુઃખદ પ્રકરણનું વિવરણ અહીં જરૂરી બને છે, કેમ કે, પછીથી શું બનવા પામ્યું, એ સમજવાની ચાવી એમાંથી મળે છે. જીવવિજ્ઞાનીઓ કહે છે કે, દેહરચનાના ઘણા કોયડાઓનો રહસ્યસ્ફોટ, ગર્ભરચનાવિદ્યાઃ (એમ્બ્રીઓલૉજી)માંથી મળી રહે છે. મુંબઈના ગવર્નર લૉર્ડ એલ્ફિન્સ્ટને ૧૮પ૯ના મેની ૧૪મી તારીખની પોતાની નોંધમાં લખ્યું છે કે, “ ‘ભાગલા પાડીને રાજ્ય કરો’, એ રોમન લોકોનું સૂત્ર હતું અને તે આપણું સૂત્ર પણ હોવું જોઈએ.” વળી કર્નલ જૉન કોક નામના એક બ્રિટિશ લશ્કરી અમલદારે ૧૮૫૭ના હિં દના વિપ્લવના અરસામાં આ પ્રમાણે લખ્યું હતુંૹ “જુ દા જુ દા ધર્મો તથા જુ દી જુ દી કોમો વચ્ચે જ ે જુ દાઈ પ્રવર્તે છે (આપણે માટે એ ખુશનસીબી છે), તેને પૂરેપૂરું ઉત્તેજન આપવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ; એ જુ દાઈ નાબૂદ કરીને તેમને એક કરવાનો નહીં.” ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન તથા તે પછી — એણે હિં દમાંના મોગલ રાજ્યઅમલના છેલ્લા અવશેષોનો અંત આણ્યો — મુસલમાનો ખફા નજરના ભોગ 413


હિં દી રાષ્ટ્રીય કૉંગ્રેસનું પહે લું અધિવેશન ૧૮૮૫ની સાલમાં

મુંબઈમાં

મળ્યું.

એમાં

માત્ર

બે

મુસલમાનોએ હાજરી આપી હતી. પછીને વરસે કલકત્તામાં મળેલા કાૅંગ્રેસના બીજા અધિવેશનમાં ૩૩ અને ૧૮૯૦માં મળેલા છઠ્ઠા અધિવેશનમાં કુ લ

૭૦ર પ્રતિનિધિઓ પૈકી ૧૫૬, એટલે કે, રર ટકા જેટલા મુસલમાન પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

રાષ્ટ્રીય ચળવળમાં ઉત્તરોત્તર વધુ પ્રતિનિધિઓ ખેંચાતા જતા જોઈને બ્રિટિશ સરકાર બેચેન બની. આથી, વધુ ને વધુ મુસલમાનોને પાછા બ્રિટિશરોને

વફાદાર બનાવવાની નીતિ, એ પછીથી સરકારની સ્વીકૃ ત નીતિ બની.

બન્યા હતા. “એ કારમા કાળની સઘળી ભીષણતાઓ તથા આપત્તિઓની જવાબદારી તેમને માથે ઓઢાડવામાં આવી હતી.” તેમના પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હતો, “સરકારી નોકરીઓનાં તેમ જ બીજા સરકારમાન્ય ધંધાઓનાં દ્વાર તેમને માટે બંધ હતાં.” એ વિપ્લવમાં ભાગ લેનારાઓ એટલે કે, મુસલમાન શાસકવર્ગના લોકો, તેમના આશ્રિતો તથા તેમનાં સગાંવહાલાંઓ, ખાસ કરીને મુસલમાનોના ઉપલા વર્ગના લોકો, લાંબા વખત સુધી એ નવી રાજવ્યવસ્થા સાથે મનમેળ સાધી શક્યા નહોતા. અંશતઃ બ્રિટિશરોને હાથે તેમને સહન કરવું પડ્યું હતું (એમાં લૂંટફાટનો તથા પુરાણી મુસ્લિમ કેળવણીની વ્યવસ્થાના કરવામાં આવેલા નાશનો સમાવેશ થતો હતો.) તેથી તેમના પ્રત્યેના રોષથી પ્રેરાઈને, તેમણે અંગ્રેજી કેળવણી પ્રત્યે ઉદાસીનતા સેવી અને તેથી કરીને મધ્યમ વર્ગના વિકાસમાં તેમનો હિસ્સો આછો રહ્યો. અંગ્રેજી કેળવણી પામેલા હિં દુઓ, સરકારી નોકરીઓમાં, ઉદ્યોગોમાં તથા વેપારરોજગારમાં આગળ વધી ગયા. ૧૮૫૭ના વિપ્લવ બાદ પંદર વરસ પછી, ૧૮૭૧ના અરસામાં, મુસલમાનોના લગભગ દરે ક 414

વિભાગના લોકોમાં બ્રિટિશવિરોધી લાગણી અતિશય ઉગ્ર બની ગઈ, ત્યારે અંગ્રેજોને લાગવા માંડ્યું કે, મુસલમાનોને અંગેની સરકારની ભૂતકાળની નીતિ ગેરડહાપણ ભરે લી હતી. ડબલ્યુ. ડબલ્યુ. હં ટર નામના હિં દ સરકારના એક બ્રિટિશ અમલદારે મુસલમાનોના — “બ્રિટિશ અમલ નીચે ખુવાર થઈ ગયેલી કોમ”ના — દાવાની કરે લી હિમાયતના રૂપમાં, એ નવી લાગણી વ્યક્ત થવા પામી. આ લાગણી, ગઈ સદીના નવમા દશકામાં રાષ્ટ્રીય ચળવળનો આરં ભ થયા બાદ વધારે તીવ્ર થવા પામી. હિં દુ બુદ્ધિજીવી વર્ગના લોકો વધારે આગળ વધેલા હોવાને કારણે, સ્વાભાવિક રીતે જ, તેઓ એ ચળવળમાં આગળપડતો ભાગ લેતા હતા. હિં દી રાષ્ટ્રીય કૉંગ્રેસનું પહે લું અધિવેશન ૧૮૮૫ની સાલમાં મુંબઈમાં મળ્યું. એમાં માત્ર બે જ મુસલમાનોએ હાજરી આપી હતી. પછીને વરસે કલકત્તામાં મળેલા કૉંગ્રેસના બીજા અધિવેશનમાં ૩૩ અને ૧૮૯૦માં મળેલા છઠ્ઠા અધિવેશનમાં કુ લ ૭૦ર પ્રતિનિધિઓ પૈકી ૧૫૬, એટલે કે, રર ટકા જ ેટલા મુસલમાન પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય ચળવળમાં ઉત્તરોત્તર વધુ પ્રતિનિધિઓ ખેંચાતા જતા જોઈને બ્રિટિશ સરકાર બેચેન બની. આથી, વધુ ને વધુ મુસલમાનોને પાછા બ્રિટિશરોને વફાદાર બનાવવાની નીતિ, એ પછીથી સરકારની સ્વીકૃ ત નીતિ બની. એ વખતના હિં દી વજીર લૉર્ડ મોર્લેએ, તે વખતના વાઇસરૉય લૉર્ડ મિન્ટો ઉપર ૧૯૦૬ની સાલના મેની ૧૧મી તારીખે લખેલા પત્રમાં, હિં દની મુલાકાતે જઈ આવેલા પ્રિન્સ ઑફ વેલ્સ સાથે તેમને થયેલી વાતચીતનો ઉલ્લેખ કરીને આ પ્રમાણે લખ્યું હતુંૹ “તેમણે મને કહ્યું કે, રાષ્ટ્રીય કૉંગ્રેસ અતિશય બળવાન થતી જાય છે. ... આપણને ગમે કે ન ગમે પણ પરિસ્થિતિ એ છે.” એના જવાબમાં લૉર્ડ મિન્ટોએ લખ્યુંૹ “હમણાં [ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


કેટલાક વખતથી, કૉંગ્રેસના ઉદ્દેશોની સામે કામ દે, એવું ભારણ પેદા કરવાને શું થઈ શકે, તે હં ુ વિચારી રહ્યો છુ ં મને લાગે છે કે, દેશી રાજાઓની સભા (કાઉન્સિલ ઑફ પ્રિન્સિસ) ઊભી કરીને અથવા એ વિચારને વધુ વિકસાવીને, એકલા દેશી રાજાઓની જ નહીં, પણ એ ઉપરાંત થોડાક બીજા અગ્રગણ્ય માણસોની બનેલી પ્રિવી કાઉન્સિલ રચીને, આપણે એનો ઉકેલ લાવી શકીએ. ...” પાંચ અઠવાડિયાં પછી, ૧૯૦૬ના જૂ નની ૧૯મી તારીખે િહં દી વજીરે વાઇસરૉયને ફરીથી આ પ્રમાણે લખ્યુંૹ “હિં દમાં નવો જુ સ્સો પેદા થઈ રહ્યો છે અને ફે લાઈ રહ્યો છે, એવી ચેતવણી અમને સૌ કોઈ આપે છે. લૉરે ન્સ, શીરો, સિડની લો એની એ જ વાત કરે છેૹ ‘એ જ ભાવનાથી તમે રાજ્ય ચલાવતા રહો, એ બની શકવાનું નથી; કૉંગ્રેસ પક્ષ તથા કૉંગ્રેસના સિદ્ધાંતો વિશે તમે ચાહે તે વિચારતા હો, પણ તમારે તેની સાથે કામ લેવું જ પડશે. મુસલમાનો થોડા જ વખતમાં કૉંગ્રેસીઓ સાથે એક થઈ જવાના છે, એની ખાતરી રાખજો વગેરે વગેરે.’ આમાં કેટલું તથ્ય છે અને કેટલું નથી, એ હં ુ નથી જાણતો.” ૧૯૦૬ના જૂ નની ૨૭મી તારીખના લૉર્ડ મિન્ટોના જવાબ ઉપરથી જણાય છે કે એ જોખમની તેમને પણ પૂરી જાણ હતી. એ પછી જ ે બન્યું તે ઇતિહાસની બીના છે.

૧૯૦૬ના ઑક્ટોબરની ૧લી તારીખે નામદાર આગાખાન મુસલમાનોનું એક પ્રતિનિધિમંડળ (“આદેશ પ્રમાણેનું પગલું”) લૉર્ડ મિન્ટોને મળવાને સિમલા લઈ ગયા. નામદાર આગાખાનની આગેવાની નીચેના મુસલમાનોના એ પ્રતિનિધિમંડળે એવી માગણી રજૂ કરી કે “મુસલમાનોને એક કોમ તરીકે પ્રતિનિધિત્વ આપવું જોઈએ” તથા મુસલમાનોના સ્થાનનો નિર્ણય “કેવળ તેમની સંખ્યાને ધોરણે નહીં, પણ મુસલમાન કોમના રાજકીય મહત્ત્વ (અદમ્ય રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા સદ્ગત મૌલાના મહમદઅલી એનો ‘રાજકીય નામર્દાઈ’ એવો અર્થ કરતા હતા!) તથા તેણે બજાવેલી સામ્રાજ્યની સેવા લક્ષમાં રાખીને કરવો જોઈએ.” લૉર્ડ મિન્ટોએ જ ે શબ્દોમાં એનો જવાબ આપ્યો એ શબ્દોએ, પછીથી કોમવાદી દાવાઓને અંગેની સરકારે કરે લી જાહે રાતોનું સ્વરૂપ નક્કી કરી આપ્યુંૹ હં ુ તમારી સાથે સંપૂર્ણપણે સંમત છુ .ં ... હં ુ એટલું જ કહી શકું કે મારે હાથે જ ે કંઈ વહીવટી પુનઃરચના થશે તેમાં મુસલમાનોનાં એક કોમ તરીકેનાં રાજકીય હકો તથા હિતો સુરક્ષિત કરવામાં આવશે, એની તેઓ ખાતરી રાખે.” વાઇસરૉય આગળ મુસલમાનોનું પ્રતિનિધિમંડળ લઈ જવામાં આવ્યું તે પછી, એ જ વરસે, મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી. [ પૂર્ણાહુતિ, ભાગ ૧માંથી ક્રમશઃ]

આઝાદી, ભાગલા અને ગાંધીજીનાં અંતિમ વર્ષોની વ્યથા આલેખતાં અન્ય કે ટલાંક પુસ્તકો

બિહાર પછી દિલ્હી મનુબહે ન ગાંધી _250 દિલ્હીમાં ગાંધીજી (ભા.૧, ૨) મનુબહે ન ગાંધી _500 પૂર્ણાહુતિ (ભા.૧થી ૪) પ્યારે લાલ, અનુ. મણિભાઈ ભ. દેસાઈ _400 મહાત્મા ગાંધી, કાૅંગ્રેસ અને _100 હિંદુસ્તાનના ભાગલા દેવચંદ્ર ઝા, અનુ. અશોક ભ. ભટ્ટ

नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

415


કિશોરલાલ મશરૂવાળાની સાહિત્ય-પ્રવૃત્તિ – ૪ નરહરિ દ્વારકાદાસ પરીખ

૧૮૯૧ • ૧૯૫૭

ગાંધીવિચારના સમર્થ ભાષ્યકાર કિશોરલાલની સમગ્ર સાહિત્ય-પ્રવૃત્તિ અંગે તેમના જીવનચરિત્ર શ્રેયાર્થીની સાધનામાં ચરિત્રકાર નરહરિ પરીખે આપેલા પરિચયમાંથી આપણે કૉલેજકાળના લેખોથી માંડીને સ્વામીનારાયણ સંપ્રદાયથી પ્રભાવિત કિશોરલાલનાં લખાણો, એ પછી ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી તેમના પ્રભાવ હે ઠળનાં લખાણો અને આગળ જતાં તેમણે કરે લાં વિશ્વના અન્ય મહાન લેખકો મોરિસ મેટરલિંક, લિયો ટૉલ્સ્ટૉય, ખલિલ જિબ્રાન અને પેરિ બર્જેસનાં લખાણોના અનુવાદ વગેરે વિશે જાણ્યું. આ બધામાં ગાંધીવિચાર સાથેનું તેમનું સંધાન જીવનના અંત સુધી રહ્યું. ગાંધીજીના ગયા પછી ‘હરિજન’પત્રોનું સંપાદન (૦૪–૦૪–૧૯૪૮—૧૩–૦૯–૧૯૫૨) તેમના ભાગે સંભાળવાનું આવ્યું. જ ે નાદુરસ્ત તબિયત છતાં જીવનના અંત સુધી સંભાળ્યું.

ઑક્ટોબર અને સપ્ટેમ્બરમાં અનુક્રમે તેમની જન્મ અને પુણ્યતિથિ(૦૫–૧૦–૧૮૯૦—૦૯–૦૯–૧૯૫૨)નું નિમિત્ત લેતાં તેમની સમગ્ર સાહિત્ય-પ્રવૃત્તિ અંગે પરિચય આપવાનો ઉપક્રમ જુ લાઈના અંકથી હાથ ધર્યો, તેનો આ છેલ્લો મણકો સપ્ટેમ્બરના અંકથી આગળ…

કિશોરલાલભાઈના

રસનો બીજો વિષય રાજ્યબંધારણનો હતો. ૧૯૪૬માં જ ે વખતે આપણા દેશનું નવું બંધારણ ઘડવાની વાતો ચાલતી હતી તે વખતે સ્વતંત્ર હિં દનું રાજ્યબંધારણ કેવું હોવું જોઈએ તે વિશે અમુક સૂચનાઓ કરતી એક નાની પત્રિકા તેમણે બહાર પાડી હતી. તેમાં તેમણે કેટલીક મૌલિક સૂચનાઓ કરી છે. પણ તે ચાલુ ઘરે ડના બંધારણશાસ્ત્રીઓને કદાચ આદર્શવાદી અથવા અવ્યવહારુ લાગે એટલે એનો કશો અમલ થયો નથી. અહીં તેની વિગતોમાં આપણે નહીં ઊતરીએ. ‘કાગડાની નજરે ’ એ નામે ગાંધીવાળાઓ ઉપર કટાક્ષમય લેખો તેમણે મૂળ હિં દીમાં સને ’૩૮–૩૯માં લખેલા. પણ તેનો ગુજરાતી અનુવાદ છેક ૧૯૪૭માં બહાર પડ્યો છે. ‘આશ્રમનો ઉલ્લુ’ એ તખલ્લુસથી તેમણે લેખો લખેલા. પણ હવે તો ઘણા જાણે છે કે એ લેખો કિશોરલાલભાઈના છે. તેની ભૂમિકા લખતાં કિશોરલાલભાઈએ લખ્યું છે કે ‘હં ુ આ ઉલ્લુના વિચારો સાથે સંમત પણ થતો નથી અને અસંમત પણ થતો નથી.’ 416

કિશોરલાલભાઈના જ ે પુસ્તકે ગુજરાતી વાચકઆલમનું સૌથી વિશેષ ધ્યાન ખેંચ્યું છે તે સમૂળી ક્રાંતિ છે. સને ૧૯૪૫થી સને ૧૯૪૮ સુધીના ગાળાના ઉત્તમ પુસ્તક તરીકે એમને આ પુસ્તક માટે બે ઇનામો મળ્યાં છે. તેમાં ધર્મ અને સમાજ, આર્થિક વિષયો, રાજકીય વિષયો, તેમ જ કેળવણી વિશે પોતાના ક્રાંતિકારી વિચારો તેમણે સૂત્રાત્મક શૈલીમાં જણાવ્યા છે. પુસ્તકના ખુલાસામાં તેઓ જણાવે છે કેૹ માનવજાતિ અને માનવતા પર મારી શ્રદ્ધા છે. તે કોઈ એક જ દેશના કે સમયના લોકો વિશે મર્યાદિત નથી. મેં ઘણી વાર કહ્યું છે તેમ પૂર્વની સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ,—હિં દુ સંસ્કૃતિ, મુસ્લિમ સંસ્કૃતિ વગેરે ભેદો મને મહત્ત્વના લાગતા નથી. માનવપ્રજામાં બે જ સંસ્કૃતિઓ છેૹ ભદ્ર સંસ્કૃતિ અને સંત સંસ્કૃતિ. બંનેના પ્રતિનિધિઓ આખી દુનિયામાં છે. જ ેટલે અંશે સંત સંસ્કૃતિના ઉપાસકો નિષ્ઠાથી અને નિર્ભયતાથી વ્યવહાર કરશે તેટલે અંશે જ માનવજાતિની સુખની માત્રા વધશે. [ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


એ તેમનું છેલ્લું પુસ્તક ગણી શકાય. ત્યાર પછી પુસ્તકના રૂપમાં કાંઈ લખવાનો તેમને અવકાશ મળ્યો નથી. તેમની બધી શક્તિ ‘હરિજન’ પત્રો માટે લેખો લખવામાં, તેમનું સંપાદન કરવામાં અને તેમને અંગે પત્રવ્યવહાર કરવામાં ખર્ચાઈ જતી. પરં તુ તેમના મિત્ર અને ગુરુબંધુ શ્રી રમણીકલાલભાઈ મોદીએ તેમના લેખોનો સંગ્રહ કરી કેટલાંક પુસ્તકો હમણાં હમણાં તૈયાર કર્યાં છે તે ઓછાં કીમતી નથી. એ પુસ્તકોની નોંધ લઈશું. સંસાર અને ધર્મ એ નામે એમના લેખોનો સંગ્રહ ૧૯૪૮ના એપ્રિલમાં બહાર પડ્યો. તેની પ્રસ્તાવના પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ ‘વિચારકણિકા’ એ નામે લખી છે. તેમાં તેઓ લખે છેૹ મેં પ્રસ્તુત લેખોને એકથી વધારે વાર એકાગ્રતાથી સાંભળ્યાં છે અને થોડાઘણા અન્ય સુપ્રસિદ્ધ ભારતીય તત્ત્વચિંતકોનાં લખાણો પણ સાંભળ્યાં છે. હં ુ જ્યારે તટસ્થ ભાવે આવાં ચિંતન-પ્રધાન લખાણોની તુલના કરું છુ ં ત્યારે મને નિ:શંકપણે એમ લાગે છે કે આટલો અને આવો ક્રાંતિકારી, સચોટ અને મૌલિક વિચાર કરનાર કદાચ ભારતમાં વિરલ જ છે.  આખો સંગ્રહ સાંભળતાં અને તે ઉપર જુ દી જુ દી દૃષ્ટિએ વિચાર કરતાં મને આની અનેકવિધ ઉપયોગિતા સમજાઈ છે. જ્યાં જુ ઓ ત્યાં સાંપ્રદાયિક–અસાંપ્રદાયિક માનસવાળા બધા જ સમજદાર લોકોની એવી માગણી છે કે ઊગતી પ્રજાને તત્ત્વ અને ધર્મના સાચા અને સારા સંસ્કારો મળે એવું કોઈ પુસ્તક શિક્ષણક્રમમાં હોવું જોઈએ, જ ે નવયુગના ઘડતરને સ્પર્શતું હોય અને સાથે સાથે પ્રાચીન પ્રણાલિકાઓનું રહસ્ય પણ સમજાવતું હોય. હં ુ જાણું છુ ં ત્યાં લગી માત્ર ગુજરાતમાં જ નહીં, પણ ગુજરાત બહાર પણ આ માગણીને યથાવત્ સંતોષે એવું नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

આના જ ેવું કોઈ પુસ્તક નથી. …  એવું ભાગ્યે જ કોઈ પુસ્તક જોવામાં આવશે જ ેમાં આટલા ઊંડાણ અને આટલી નિર્ભયતા તેમ જ સત્યનિષ્ઠાથી તત્ત્વ અને ધર્મના પ્રશ્નો વિશે આવું પરીક્ષણ અને સંશોધન થયું હોય; જ ેમાં એક તરફથી કોઈ પણ પંથ, કોઈ પણ પરં પરા કે કોઈ પણ શાસ્ત્ર વિશે વિશેષ અવિચારી આગ્રહ નથી; અને જ ેમાં બીજી બાજુ થી જૂ ના અને નવા આચારવિચારના પ્રવાહમાંથી જીવનસ્પર્શી સત્ય તારવવામાં આવ્યું હોય એવું મારી જાણ પ્રમાણે આ પહે લું જ પુસ્તક છે. તેથી ગમે તે ક્ષેત્રના યોગ્ય અધિકારીને હં ુ આ પુસ્તકને વારં વાર વાંચી જવા ભલામણ કરું છુ ,ં તેમ જ શિક્ષણકાર્યમાં રસ ધરાવનારાઓને સૂચવું છુ ં કે તેઓ ગમે તે સંપ્રદાય કે પંથના હોય તોયે આમાં બતાવેલી વિચારસરણીને સમજી પોતાની માન્યતાઓ અને સંસ્કારોનું પરીક્ષણ કરે . ૧૯૪૯ના ડિસેમ્બરમાં કેળવણીવિષયક લેખોનો એક સંગ્રહ કેળવણીવિવેક નામે બહાર પડ્યો અને ૧૯૫૦ના જૂ નમાં કેળવણીવિષયક લેખોનો બીજો સંગ્રહ કેળવણીવિકાસ નામે બહાર પડ્યો. એ બંને લેખસંગ્રહો તૈયાર કરવાનું શ્રેય શ્રી રમણીકલાલભાઈ મોદીને છે. કેળવણીવિવેકમાં કેળવણી વિશેના એમના પરચૂરણ લેખો છે. એ લેખસંગ્રહને કેળવણીના પાયા એ પુસ્તકનો અનુગ્રંથ કહી શકાય. કેળવણીવિકાસમાં પાયાની કેળવણી અથવા નઈ તાલીમને લગતા લેખોનો સંગ્રહ છે. કિશોરલાલભાઈની સૂચનાથી એ લેખસંગ્રહની પુરવણીરૂપે એક વિસ્તૃત લેખ લખીને નઈ તાલીમની મેં સાંગોપાંગ ચર્ચા કરી છે. તે લેખ એમણે પુરવણીરૂપે ન આપતાં પુસ્તકની ભૂમિકારૂપે છાપ્યો છે. અહિં સાવિવેચન નામે અહિં સા ઉપરના એમના 417


ઘણા એમ માને છે કે સામ્યવાદમાંથી હિં સા કાઢી નાખવામાં આવે તો ગાંધીવાદ અને સામ્યવાદ એક

જ છે, અથવા ગાંધીજી અહિં સક સામ્યવાદી હતા,

અથવા ગાંધીજી અને સામ્યવાદીઓ વચ્ચે સાધ્યનો

ભેદ નથી, માત્ર સાધનનો ભેદ છે. બંનેના સિદ્ધાંતો ઊંડા ઊતરીને તપાસવામાં આવે તો આ માન્યતા

છેક ખોટી નહી ં તોપણ બહુ અધૂરી માલૂમ પડશે. એ વસ્તુ પણ આ પુસ્તિકામાં બતાવવામાં આવી છે. ગાંધીજી અને માર્ક્સ વચ્ચે જીવન�ષ્ટિનો બહુ

મહ�વનો ભેદ છે એ તરફ કિશોરલાલભાઈએ વાચકોનું ધ્યાન ખેંચ્યું છે

લેખોનો શ્રી રમણીકલાલભાઈએ કરે લો સંગ્રહ ૧૯૫૨ના જુ લાઈમાં બહાર પડ્યો. તેમાં ’૪૧માં એમણે લખેલી વહે વારુ અહિં સા નામની તથા ’૪૨માં લખેલી નિર્ભયતા નામની બે પુસ્તિકાઓનો પણ સમાસ કરવામાં આવ્યો છે. વહે વારુ અહિં સા એ પુસ્તિકા ઉપર બે બોલ લખતાં ગાંધીજીએ કહ્યું છે કેૹ કિશોરલાલ મશરૂવાળા અહિં સાના ઊંડા શોધક છે. એની ઉછેર અહિં સાધર્મમાં થયેલી હોવા છતાં એ કોઈ પણ વસ્તુને એમ ને એમ માની લેવા તૈયાર થતા નથી. એની કસોટીમાં ઊતરે તેને જ એ માને છે. આમ અહિં સાનો સિદ્ધાંત પણ તેણે ખૂબ મંથન કરીને પછી સ્વીકાર્યો છે. એણે પોતાના અંગત જીવન અને વ્યવહારમાં રાજકીય, આર્થિક, સામાજિક તેમ જ કૌટુબિ ં ક ક્ષેત્રમાં, વિવિધ પરિસ્થિતિઓમાં તેને કસી જોયો છે. આથી તેના નિબંધોનું મહત્ત્વ સ્વતંત્રપણે છે. અહિં સામાં શ્રદ્ધા રાખનારને તેમાં મજબૂત કરવા અને શંકા ધરાવનારને તે દૂર કરવામાં એ મદદગાર થશે. છતાં આ લેખસંગ્રહની પ્રસ્તાવના લખતાં કિશોરલાલભાઈ લખે છેૹ 418

અહિં સાનું વિવેચન કરવાનો મને બહુ મોટો અધિકાર છે એવો ભ્રમ મને નથી અને વાચકે પણ ન રાખવો એવી વિનંતી કરું છુ .ં મારા વિચારોને વાચકે પોતાના વિવેક વડે તપાસવા અને ઘટે તેટલું જ સ્વીકારવું.  આ હં ુ વધારે પડતી નમ્રતાથી કહં ુ છુ ં એમ કોઈને લાગતું હોય તો થોડા જ દિવસ પર (એટલે ’૪૭ની આખરમાં અથવા ’૪૮ના જાન્યુઆરીમાં) અહિં સાના પરમ અધિકારી પુરુષ પૂજ્ય ગાંધીજીએ કોઈ મિત્ર આગળ કહે લો અભિપ્રાય કે ‘કિશોરલાલ પણ બરાબર અહિં સા સમજ્યા નથી’ યાદ રાખવા વિનંતી કરું છુ .ં જો કેટલાકને મારા લેખોથી વિચારોની સ્પષ્ટતા થવામાં અને માર્ગ સૂઝવામાં મદદ થઈ છે એમ જાણતો ન હોત તો આ સંગ્રહ પ્રસિદ્ધ થવા દેવામાં સંકોચ લાગત. આ સંગ્રહ ૧૯૪૭ સુધીના લેખોનો જ છે. ત્યાર પછી ‘હરિજન’ પત્રના તંત્રી તરીકે એમણે આ વિશે ઘણું લખ્યું છે. ‘હરિજન’માં ‘ગાંધીજી અને સામ્યવાદ’ ઉપર તેમણે એક લેખમાળા લખી હતી. એ લેખમાળા પર જ ે ટીકાઓ અને ચર્ચાઓ થઈ, ખાસ કરી કેટલાક સામ્યવાદી મિત્રો તરફથી, તે ધ્યાનમાં લઈ તેમાં ઘટતા સુધારાવધારા તથા ખુલાસા સાથે એ પુસ્તકરૂપે બહાર પાડવામાં આવી છે. એની ભૂમિકા વિનોબાજીએ લખીને એ પુસ્તકની કિંમતમાં વધારો કર્યો છે. કિશોરલાલભાઈએ પ્રસ્તાવનામાં લખ્યું છે કેૹ આ પુસ્તિકા નથી સામ્યવાદનું વિદ્વત્તાપૂર્ણ નિરૂપણ, કે નથી ગાંધીવિચારની અધિકૃ ત મીમાંસા. તેથી વાચકે બંનેમાંથી એકે વિચારધારાના સાંગોપાંગ સરળ ભાષ્યની અપેક્ષા રાખવી ન ઘટે. બંને મહાપુરુષો અને તેમના અનુયાયીઓની પાયાની દૃષ્ટિ શી છે [ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


તેની માહિતી આમાંથી મળે તો તે ઘણું કહે વાશે. ઘણા એમ માને છે કે સામ્યવાદમાંથી હિં સા કાઢી નાખવામાં આવે તો ગાંધીવાદ અને સામ્યવાદ એક જ છે, અથવા ગાંધીજી અહિં સક સામ્યવાદી હતા, અથવા ગાંધીજી અને સામ્યવાદીઓ વચ્ચે સાધ્યનો ભેદ નથી, માત્ર સાધનનો ભેદ છે. બંનેના સિદ્ધાંતો ઊંડા ઊતરીને તપાસવામાં આવે તો આ માન્યતા છેક ખોટી નહીં તોપણ બહુ અધૂરી માલૂમ પડશે. એ વસ્તુ પણ આ પુસ્તિકામાં બતાવવામાં આવી છે. ગાંધીજી અને માર્ક્સ વચ્ચે જીવનદૃષ્ટિનો બહુ મહત્ત્વનો ભેદ છે એ તરફ કિશોરલાલભાઈએ વાચકોનું ધ્યાન ખેંચ્યું છે. વર્ગવિગ્રહથી ક્રાંતિ નહીં લાવી શકાય એ વિશે તેમણે જ ે લખ્યું છે તેમાંથી થોડાં વાક્યો ઉતારીશુંૹ વર્ગવિગ્રહની ઝીણવટથી તપાસ કરતાં જણાશે કે જ્યાં સુધી જ ે નૈતિક અને માનસિક ભાવો પર ગાંધીજી ભાર મૂકે છે તે સિદ્ધ ન થાય ત્યાં સુધી તેનો અંત આણવા માટે માર્ક્સે જ ે ઉકેલ સૂચવ્યો છે તે અધૂરો છે, એટલું જ નહીં પણ છેવટે વર્ગવિહીન સમાજની સ્થાપનાના ધ્યેયમાં પણ નિષ્ફળ નીવડે એવો છે. મૂડીદારોને મારીને કબજો કરવાની રીત કે રાજાને મારીને કે પદભ્રષ્ટ કરીને તેની જગ્યાએ ખૂન કરનારને પ્રમુખનું નામ આપી, બેસાડી એ ફે રફારને ક્રાંતિ કહે વાની રીત, છેવટના ચોખ્ખા પરિણામની દૃષ્ટિએ જોઈએ તો તંત્ર ચલાવનારા માણસોની અદલાબદલી કરવી એટલી જ થઈ રહે છે. … આવી જૂ ના નવાની ફે રબદલી થાય, (છતાં) એક બાજુ આ લોકોનો અરસપરસનો સંબંધ અને બીજી બાજુ તેમની અને શ્રમ કરતી આમજનતા વચ્ચેનો સંબંધ ક્રાંતિ પહે લાં હતો તેવો જ લગભગ રહે છે. … પહે લાંની જ ેમ જ તે તે લોકોના વર્ગો બને છે અને હિતોની એવી જ नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

અથડામણ પેદા થાય છે. જ ેમ ઝારનું તંત્ર જુ લમી અને આપખુદ બન્યું અને તેનો નાશ હિં સાથી લાવવામાં આવ્યો તેમ મજૂ રોની કોઈ સરમુખત્યારશાહી એવી અસહ્ય બનશે ત્યારે તેનો અંત પણ એ જ માર્ગે આવશે. અને કારખાનાંના મજૂ રોની સરમુખત્યારશાહી પણ જુ લમી, શાહીવાદી અને કાવતરાબાજ ઝાર અને તેના ઉમરાવો કે મૂડીવાદીઓ જ ેવો વર્ગ પેદા નહીં કરે તેની કશી ખાતરી નથી. પુસ્તકને અંતે તેમણે આજના માલિકો અને સામાજિક કે રાજદ્વારી સત્તાધારીઓને બહુ ગંભીર ચેતવણી આપી છેૹ ગાંધીવાદ અને માર્ક્સવાદ વચ્ચે ઘણું અંતર છે. પણ ગાંધીવાદ અને અનિયંત્રિતપણે કામ કરતા મૂડીવાદ, સામંતશાહી કે સંપ્રદાય તથા ન્યાતજાતવાદી આજની સમાજવ્યવસ્થા વચ્ચે એથીયે વધારે અંતર છે. આજની વર્તમાન સમાજવ્યવસ્થા તળે જ ેઓ ધન કે ઉચ્ચ વર્ણને કારણે વધારે અધિકારો અને મોભાભર્યું સ્થાન ભોગવે છે, તેઓ જો એ વધારાના અધિકારોનો ત્યાગ નહીં કરે , પોતાના કબજાની સંપત્તિના પોતે સાચા વાલી નહીં બને, અને પોતાને સમાજના બીજા માણસો સાથે એકસરખા દરજ્જાના નહીં બનાવે, દેશની ગરીબાઈ ધ્યાનમાં લઈને પોતાના મોજશોખ, એશઆરામ, સુખસગવડ ઓછાં નહીં કરે , અને સર્વના ઉત્કર્ષ માટે કામ કરવાને તૈયાર નહીં થાય તો ગાંધીજીની કોટિના જ અહિં સામાર્ગી નેતાને અભાવે સામ્યવાદ તેનાં બધાં હિં સક આયુધો સાથે આવશે જ. અને જો એમ બન્યું તો જ ેઓ કહે છે કે સામ્યવાદ એ ગાંધીવાદ એટલે કે, અહિં સક સમાજવ્યવસ્થાની સ્થાપના પહે લાંનું એક પગથિયું છે, તેઓ સાચા ઠરશે. આ હિં સક ઉલ્કાપાત અટકાવવાનો ઉપાય 419


નાખશે, અને તેમાં કેટલીક સાદી અને નિર્દોષ વસ્તુઓને પણ ખેંચી જશે.  ધનદોલતના માલિકો અને સામાજિક દરજ્જો ભોગવનારાઓને હજી વેળાસર ચેતવાનો સમય છે. તેઓ હજી પોતાના જીવનમાં વધતે જતે ક્રમે મોજશોખ એશઆરામ ઓછાં કરીને, બીજા પરસેવો પાડીને રોટલો ખાનાર મજૂ રોને પોતાનાં સુખસગવડમાંથી હિસ્સો આપીને, સમાજના બધા વર્ગો વચ્ચે સમાનતા સ્થાપે. सबको सन्मति दे भगवान. પંચવર્ષી યોજનાને અંગે પ્લાનિંગ કમિશનના એક મેમ્બર શ્રી પાટીલ સાથે તેમને પત્રવ્યવહાર ચાલતો. છેવટના ભાગમાં તેમણે એક વિસ્તૃત અને મહત્ત્વનો પત્ર શ્રી પાટીલને લખ્યો હતો. એ પત્રવ્યવહાર તથા તેની સાથે સંબંધ ધરાવતા તેમના કેટલાક લેખો તેમના દેહાંત બાદ ભાવિ હિં દનું દર્શન એ નામે એક નાની પુસ્તિકારૂપે બહાર પડ્યા છે. ગુજરાતના વિદ્વાનોમાં તેમ જ વાચકોમાં એક મૌલિક અને પ્રખર તત્ત્વચિંતક તરીકે કિશોરલાલભાઈની ખ્યાતિ સારી હતી. મારા જાણવા પ્રમાણે શ્રી નરસિંહરાવ અને શ્રી બ. ક. ઠાકોર જ ેવા કડક વિવેચકો પણ તેમનાં નિષ્પક્ષ, નિર્ભય અને સત્યનિષ્ઠ વિચારોની પ્રશંસા કરતા.

છે — આજની રહે ણીકરણીમાં દરે ક પગથિયે સ્વેચ્છાએ ફે રફાર કરવો; ઊંચનીચના ભેદો, નાતજાતના વાડા, આભડછેટ વગેરે જવાં જોઈએ; બેકારી અને ભૂખમરો નાબૂદ થવાં જોઈએ; પ્રાંતવાદ અને કોમવાદની સંકુચિત મનોદશા દૂર થવી જોઈએ; રાષ્ટ્રીયતામાં સ્વાર્થ માટે લડવાની તત્પરતા અને સામ્રાજ્યલાલસા રહે વાં ન જોઈએ; ગરીબ અને તવંગર વચ્ચેનાં આજનાં આસમાન-જમીન જ ેટલાં અંતર જવાં જોઈએ; સરકારનાં ન્યાય અને વહીવટી તંત્રમાં લાંચરુશવત, અપ્રામાણિકતા, પક્ષપાત વગેરે દૂર થવાં જોઈએ. દેખાવની લોકશાહીને બદલે સાચી લોકશાહી સ્થપાવી જોઈએ; લોકો અને સરકારી નોકરોમાં બેજવાબદારીભર્યા વર્તાવને બદલે શુદ્ધ કર્તવ્યનિષ્ઠાની ભાવના જાગ્રત થવી જોઈએ. આ બધું થાય તોયે એટલું થવામાત્રથી ગાંધીવાદની સ્થાપના થશે નહીં. પરં તુ એથી એ દિશામાં પગલાં મંડાયાં કહે વાય. આ પગલાં ભરવા માટે આપણે તત્પર ન હોઈએ તો પછી સામ્યવાદનો જુ વાળ અટકાવી શકાવાનો નથી; અને કોઈ ઈશ્વરનો ભક્ત હાથ જોડીને ઈશ્વરને એવી પ્રાર્થના કરે કે આજની સમાજવ્યવસ્થા ચાલુ રહો, તો એ સંભવિત નથી. પરિણામે, સામ્યવાદનું પૂર પૂરા વેગથી આવશે અને માર્ગમાં જ ે કંઈ આડખીલીરૂપ હશે એને ઉખેડી

[સંપૂર્ણ] 

ઈશુ ખ્રિસ્ત ગીતાધ્વનિ ગીતાધ્વનિ (સચિત્ર) ગીતામંથન ગાંધીવિચાર દોહન જીવનશોધન બુદ્ધ અને મહાવીર

420

કિશોરલાલ મશરૂવાળા લિખિત /સંબંધિત કે ટલાંક પુસ્તકો _50.00 _30.00 _200.00 _200.00 _40.00 _45.00 _50.00

રામ અને કૃ ષ્ણ _65.00 વિદાય વેળાએ _150.00 વિદાય વેળાએ (નાની) _50.00 સમૂળી ક્રાંતિ _25.00 સત્યમય જીવન _30.00 શ્રેયાર્થીની સાધના (સદ્ગત કિશોરલાલ મશરૂવાળાનું જીવનચરિત્ર) નરહરિ દ્વારકાદાસ પરીખ _200.00

[ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


હમીદભાઈ કુ રેશીની યાદ ઇલા ર. ભટ્ટ તા. ૩૧ મે ૧૯૨૪. ગાંધીજીએ આ તારીખનાં લગ્ન માટે એક કંકોતરી પોતાના નામે છપાવી. એ લગ્ન કરનાર યુવતી ગાંધીજીના ‘ભાઈ સમાન ભાઈબંધ’ ઇમામસાહે બ અબદુલકાદર બાવઝિરના પુત્રી અમીનાબહે ન અને યુવાન ગુલામરસૂલ કુ રેશી, જ ેઓને દાંડીકૂ ચની આગળ જતી અરુણ ટુકડી1ના આગેવાન બનાવાયા હતા. આ દંપતીનું પ્રથમ સંતાન તે હમીદ કુ રેશી. આશ્રમમાં જ પોતાનું બાળપણ ગાળનાર હમીદભાઈએ આગળ જતાં દેશની સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરી ને સાથોસાથ સમાજસેવાની વિવિધ પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા રહ્યા. તેમનો પશુપંખી વિશેનો અભ્યાસ અને ૧૯૬૯નાં કોમી રમખાણોની પરિસ્થિતિ વિશે લખેલું પુસ્તક અગ્નિપરીક્ષા પણ નોંધનીય છે. ૨૦૧૪માં સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. ૮ ઑક્ટોબરના રોજ તેમનું અવસાન થયું. તેમને શ્રદ્ધાંજલિ અર્પે છે સેવાના સંસ્થાપિકા, ગૂજરાત વિદ્યાપીઠના કુ લપતિ અને સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટનાં પ્રમુખ ઇલાબહે ન ભટ્ટ…

સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના ઓળંગવો પડે છે તો તેમ ન કરવું પડે તેવી

ટ્રસ્ટી મંડળની તા. ૧૩–૮–૧૬ને દિને જ ે બેઠક મળી તે મારી તેમની સાથે છેલ્લી મિટિંગ જ હશે, એવી મને શું ખબર?! ટ્રસ્ટની બેઠકમાં આશ્રમનાં સ્મારકની સુરક્ષાની તો અધ્યક્ષ તરીકે કાળજી રાખતા પણ તા. ૧૩મીની મિટિંગમાં તેમણે આશ્રમનાં બાળકોની સુરક્ષા અંગે ચિંતા દર્શાવી તે મને ખાસ યાદ રહી ગઈ છે. આશ્રમશાળાનાં બાળકોનો નિવાસ ઉદ્યોગમંદિરમાં અને શાળામાં જવા માટે તેમને રસ્તો

હમીદભાઈ કુ રેશી

नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

હૉસ્ટેલની વ્યવસ્થા કરવા હમીદભાઈએ સૂચવ્યું.1 આશ્રમ ટ્રસ્ટ હે ઠળના ગાંધીજીના સમયના ઐતિહાસિક મકાનો ઇમામ મંઝિલ, જમના કુ ટીર, આનંદ નિવાસ, તોતારામજીની ચાલી વગેરે સાચવવાની અને તેમાં અનુરૂપ પ્રવૃત્તિ થાય તેની ચિંતા મિટિંગોમાં વારં વાર હં ુ તેમને મુખે સાંભળતી. જોકે આ જગ્યાઓ મેં તો હજુ સુધી જોઈ જ નહોતી! તે પછીથી જોઈ આવી. આશ્રમના છાત્રાલયમાં પોતે રહે લા ને, તેથી પોતાનું બાળપણ યાદ આવ્યું હશે! એ આશ્રમમાં સૌ સુખશાંતિમાં રહીને વિકસે તેવી તેમની મનોકામના મિટિંગમાં વારં વાર તરી આવતી. એ જાણીતા ઝળહળતી કારકિર્દી ધરાવતા 1. આ ટુકડીએ મુખ્ય બે કામ કરવાનાં હતાંૹ એક એ કે દાંડીયાત્રા જ ે ગામ પહોંચે, તે પહે લાં તેમણે ત્યાં પહોંચી જઈ યાત્રીઓના ઉતારા, ભોજન, ગ્રામસફાઈ ઇત્યાદિ સુવિધા સુપેરે ગોઠવાય, તેમાં મદદ કરવી અને બીજુ ં એ કે યાત્રાના માર્ગમાં આવતાં ગામોનો સરવે — તપાસ — કરવો. –સં. (ધીરુભાઈ હી. પટેલ લિખિત પુસ્તક દાંડીકૂ ચમાંથી, નવજીવન પ્રકાશન) 421


ધારાશાસ્ત્રી તો હતા જ. ૧૯૬૯ના કોમી રમખાણમાં તે પોતે પીડાયા હતા પણ જ્યારે અમદાવાદ શાંતિ સમિતિમાં તેમની સક્રિયતા જોઈએ ત્યારે તો માત્ર પરાઈની પીડ જ પોતે જાણતા હોય તેવા ઉમદા માનવ હૃદયનાં જ દર્શન થાય, જ ેની હં ુ સાક્ષી છુ .ં હં ુ પણ તે શાંતિ સમિતિની સભ્ય હતી જ ે વારં વાર મળતી રહે તી. હં ુ ત્યારે મજૂ ર મહાજનના બહે રામપુરાની ચાલીમાં વસતા મિલ કામદારોમાં શાંતિનું કામ કરતી હતી. પણ તેમની સાથે તો મારો વધુ સંબંધ એક જૂ ના પાડોશી તરીકેનો. નવી થયેલી પંચશીલ સોસાયટીમાં મોટે ભાગે કાૅંગ્રેસીઓનાં રહે ઠાણ હતાં. તેમાં આશ્રમમાંથી સાત કુ ટુબ ં ો જોડાયાં હતાં. અમારું ઘર નંબર ૫, સ્વ. કરીમભાઈ નંબર ૪ અને વહીદભાઈ કુ રેશી નંબર ૨૯, તે કુ રેશીભાઈના ભાઈ. તેમનાં માતા અમીનાબા લાકડી સાથે બધે તેજીથી ફરતાં ને વાતો કરતા તે સોસાયટીમાં સૌને બહુ જ ગમતું. ૪ નંબરમાં કરીમભાઈનાં પત્ની આયેશાબહે નને ઘરે રોજ સાંજ ે આવતા તેથી મારો તેમની સાથે મેળાપ થતો રહે તો. અને કુ રેશીભાઈ

મોટર લઈને, ઘણુંખરું જોડે માધવસિંહભાઈ સોલંકી હોય, સાંજ ે આવતા, મોહનભાઈને (તે પણ આશ્રમનિવાસી) ઘરે બેસીને ત્રણે જણ વાતો કરતા કદાચ મિટિંગો કરતા. ૧૯૬૯ના કોમી રમખાણમાં કેટલાંક કુ ટુબ ં ોએ અમારી સોસાયટીમાં એકાદ મહિનો નિવાસ કરે લો. ૧૯૭૨માં વહીદભાઈએ પંચશીલનું ઘર છોડ્યું તે પછી કુ રેશીભાઈને જોવાનું, મળવાનું સાવ ઓછુ ં થયું. જ ે તાજ ેતરમાં સાબરમતી આશ્રમમાં થયું. તેમના ગાંભીર્ય અને સ્પષ્ટ વિચારોને સચોટ રીતે કહે વાથી પડતો પ્રભાવ અમારી બેઠકોમાં છવાઈ જતો. આથી એ સ્વાતંત્ર્યવીર હમીદ કુ રેશીભાઈની શ્રદ્ધાંજલિનો ઠરાવ પસાર કરવાનું મારે આવશે તેવું મેં ધાર્યું નહોતું. સ્વ. નારાયણભાઈ દેસાઈ પાસેથી એક વાર મેં સાંભળેલું કે હમીદભાઈ તેમનાં ‘બાળગોઠિયા’ (નારાયણભાઈનો શબ્દ) હતા. હમીદભાઈ ગૂજરાત વિદ્યાપીઠને મહત્ત્વની કાયદાકીય સલાહ આપતા. એક એવા પેચીદા પ્રશ્નને તેઓએ ખૂબ સલુકાઈથી વિદ્યાપીઠને ઉકેલી આપ્યો હતો. હમીદભાઈની હં મેશાં એક સ્પષ્ટવક્તાની મારી છાપ રહી છે. 

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

ડિસેમ્બર – જાન્યુઆરી, ૨૦૧૬–૨૦૧૭ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી નરે શભાઈ કાં રાણા, પ્રકાશન વિભાગ, •

જ. તા.  ૦૪– ૧૨ – ’૬૧

શ્રી અશોક દ. ભાવસાર, બાઇન્ડિંગ વિભાગ,

•  ૨૧– ૧૨ – ’૫૮

સુશ્રી માયાબહે ન હી. શાહ, પ્રેસ કાર્યાલય,

•  ૦૯– ૧૨ – ’૬૩

શ્રી પ્રવીણભાઈ અ. પરમાર, પ્રકાશન વિભાગ,

•  ૩૧– ૧૨ – ’૫૯

શ્રી રાજેશભાઈ ચં. ઉપાધ્યાય, પ્રેસ કાર્યાલય,

•  ૧૦– ૧૨ – ’૫૫

સુશ્રી ભારતીબહે ન દી. ભટ્ટ, હિસાબ વિભાગ,

•  ૦૩– ૦૧ – ’૬૦

શ્રી સુનીલભાઈ ચં. ઉપાધ્યાય, પ્રકાશન વિભાગ,

•  ૧૦– ૧૨ – ’૫૭

શ્રી સોમનાથ ર. જોષી, બાઇન્ડિંગ વિભાગ,

•  ૧૮– ૦૧ – ’૬૦

શ્રી ગણપતભાઈ દ. પટેલ, બાઇન્ડિંગ વિભાગ,

•  ૨૧– ૧૨ – ’૫૫

422

[ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


સદ્‌ગત કનુભાઈ ગાંધી અને મહાત્મા ગાંધીનો વેલો પ્રકાશ ન. શાહ ગાંધીજીની બાળસહજતાનાં અનેક ઉદાહરણો મળી રહે છે, તેમાંની એક તે મુંબઈના દરિયાકિનારે જુ હુ બીચ પરનો આ ફોટો. જ ેમાં આગળ જ ે બાળક છે તે સંભવત: કહાન ઉર્ફે કનુભાઈ ગાંધી—ગાંધીજીના ત્રીજા નંબરના પુત્ર રામદાસ ગાંધીના પુત્ર. યુએસની મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલૉજી (એમઆઈટી)માં અભ્યાસ કરીને નાસા-યુએસમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવી નિવૃત્તિનાં વર્ષોમાં પત્ની સાથે ભારત પરત ફર્યાં. વિવિધ ગાંધીસંસ્થાઓ અને અન્ય સંસ્થાઓમાં રહ્યાં. છેલ્લા કેટલાક મહિનાઓમાં ગંભીર માંદગી અને પછી બ્રેઇન હે મરે જના કારણે તા. સાતમી નવેમ્બરે તેમનું અવસાન થયું. ગૂજરાત વિદ્યાપીઠના ઉપાસના ખંડમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સમક્ષ ગાંધીવિચારના અભ્યાસી અને વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ન. શાહે તેમને આપેલી અંજલિ(૯–૧૧)ના સંપાદિત અંશો…

આજ ે કનુભાઈ

ગાંધીના સ્મરણ માટે આપણે એકત્ર થયા છીએ. આપણું એકત્ર થવું સ્વાભાવિક છે કેમ કે કનુભાઈ ગાંધી પરિવારના હતા માટે આપણને સ્વાભાવિક સંધાન રહે . આ કનુભાઈ, એટલે ખરે ખર કહાનદાસ. ગાંધીજીએ એમનું નામ પાડેલું કહાન. રામદાસ અને નિર્મળાબહે નના પુત્ર કહાન. પણ પછી ટૂ કં માં બધા કનુ કહે વા માંડ્યા. ગાંધી કુ ટુબ ં ના બધાં બાળકો આનંદી, તોફાની, ખેપાની હતાં. વિલક્ષણ બાળકો. કહાનદાસ પણ એમાંના એક. પણ કનુભાઈને એક મોટો આનંદ, કૃ તાર્થતા, ગૌરવ એનાં કે પરિવારના જ ે બાળકો હતાં એમાં છેલ્લાં વર્ષોમાં બાપુ સાથે રહે વાનું મળ્યું તે એમને મળ્યું. બા-બાપુનો ખોળો ખૂંદવાનો અને સેવા કરવાનો લહાવો એમને વધારે મળ્યો. કહાનદાસની એક બીજી વિશિષ્ટતા મારે કહે વી જોઈએ. પરદેશ ગયા, સારું ભણ્યા અને પોતાની પસંદગીના ક્ષેત્રમાં ગયા. એ એવી ગાદી પર જન્મ્યા’તા કે જ્યાંથી દિલ્લી હં મેશાં ઢૂ કં ડુ ં હોઈ શકે પણ મહાત્મા ગાંધીના આખા વેલાની ખૂબી એ રહી કે એમણે કદાપિ એ તરફ નજર ન કરી. પોતાના ક્ષેત્રમાં, પોતાને આવડ્યું તે કરવું અને નિર્વાહ કરવો. આ પરિવારના બધા લોકો આમ સરસ રીતે કામ કરી રહ્યા છે. કનુભાઈના બહે ન

नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

સુમિત્રા કુ લકર્ણી. એ આઈએએસ ઑફિસર હતાં. પછી કાૅંગ્રેસના સમયમાં રાજ્યસભાનાં સભ્ય થયાં. એ પછી એનડીએ સરકાર આવી ત્યારે બંધારણ સુધારવાની ચર્ચા ચાલી ત્યારે એની સમિતિમાં પણ કામ કર્યું. પણ આ આખો પરિવાર કોઈને કોઈ રીતે પોતાના રસરુચિના ક્ષેત્રમાં કાર્યરત રહ્યો. દેવદાસ ગાંધીના દીકરા રાજમોહન ગાંધીએ ગયા વર્ષે જ આપણે ત્યાં ગૂજરાત વિદ્યાપીઠના એક સમયના આચાર્ય કૃ પાલાની વિશે સરસ વાતો કરી હતી. તો આ પરિવારની ખૂબી એ છે કે રાજકારણમાં જવું અને સત્તાના કેન્દ્રમાં રહે વું એની સરળતા હતી, છતાં તેનાથી એકંદરે કિનારો કર્યો. સુમિત્રાબહે ન તો થોડાય સક્રિય થયાં પણ કહાનદાસે તો બિલકુ લ કિનારો કર્યો અને પોતાને ગમતી કામગીરીમાં ગયા. એક ગેલબ્રેથ1 હતા. એ જ્યારે અમેરિકાના ભારત ખાતેના રાજદૂત હતા ત્યારે એમણે યોજના કરી કે ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓની અમેરિકામાં ભણવા 1. જોહ્ન કેનેથ ગેલબ્રેથ (૧૯૦૮–૨૦૦૬), જોહ્ન કૅ નેડીના કાર્યકાળ (૧૯૬૧–૧૯૬૩) દરમિયાન અમેરિકાના ભારત ખાતેના રાજદૂત. કૅ નેડિયન મૂળના ગેલબ્રેથ વિશ્વસ્તરે જાણીતા અર્થશાસ્ત્રી અને પબ્લિક ઇન્ટલેક્ચ્યુઅલ હતા. ભારત સરકાર તરફથી વર્ષ ૨૦૦૧માં તેમને પદ્મવિભૂષણથી – સં. સન્માનવામાં આવ્યા હતા 423


માટેની વ્યવસ્થા કરવી. એ યોજનાને અન્વયે જ ે વિદ્યાર્થીઓ પસંદ થયા તેમાં કહાનદાસના પણ ક્વૉલિફિકેશન્સ એવા હતા કે તેઓ પસંદ થયા અને એમઆઈટીમાં ભણ્યા. એમઆઈટી એટલે બૌદ્ધિક સંપદાની રીતે દુનિયાના જ ે પાંચસાત કૅ મ્પસ કહી શકાય, એમાં ભણ્યા અને નાસામાં વૈજ્ઞાનિક તરીકે જોડાયા. કનુભાઈ નિવૃત્ત થયા પછી ૨૦૧૪માં વતન પાછા ફર્યા. પછી સ્વાસ્થ્યના પ્રશ્નો, બીજા પ્રશ્નો, અને બધાં છાપાં લખે છે કે કાળજી લીધી—ના લીધી પણ એમનું સ્વાસ્થ્ય અને તેને કારણે મનની અસંતુલિત અને આંદોલિત સ્થિતિ, તેને કારણે તેઓ અને તેમનાં પત્ની શિવલક્ષ્મી ક્યાંય સ્થિર થઈને રહી શક્યાં નહીં. આપણે ત્યાં ગાંધીસંસ્થાઓ-આશ્રમસંસ્થાઓએ ઘણી સેવા કરી. ગાંધીઆશ્રમમાંય રહ્યાં. ભાઈ ધીમંત બઢિયા જ ેવા લોકોએ વ્યક્તિગત કાળજી પણ લીધી હશે. પછી દિલ્લીમાં ગાંધી નિધિમાં રહ્યાં. બોચાસણ આશ્રમમાં રહ્યાં. પણ ક્યાંય એમનું મન ગોઠે નહીં, પ્રશ્નો રહ્યા કરે અને જગ્યા બદલાયા કરે . દિલ્લીમાં એક વૃદ્ધાશ્રમમાં હતા ત્યારે મીડિયાને જરા તડાકો પડ્યો, કારણ કે કોઈ ઉત્સાહી ભાઈએ એમની અને વડા પ્રધાન નરે ન્દ્ર મોદી વચ્ચે વાત કરાવી. નરે ન્દ્ર મોદીએ ખબર પૂછ્યા અને તમારી કાળજી લઈશું એમ કહ્યું. પણ એ પછીના જ ે અહે વાલો છે તેમાં કાળજી લીધાના કોઈ સમાચાર નથી, પણ છેલ્લે સુરતમાં રાધાકૃ ષ્ણ મંદિરમાં સચવાયા, તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડાયા. પંજાબી સમાજ ે, કાૅંગ્રેસ અને ભાજપે પક્ષ તરીકે, ક્યાંકને ક્યાંક તેમની સારવાર અને સુવિધામાં રસ લેવાનો પ્રયાસ કર્યો. પણ એ રીતે ૨૨મી ઑક્ટોબરના હે મરે જ પછી આ સાતમી નવેમ્બરે આપણી વચ્ચેથી ગયા. અહીં મારે બે સાદી વાત તમને કહે વી છે. કનુભાઈ એટલે કહાનદાસના જીવનનું સરવૈયું — એમનો આનંદ, બા-બાપુના ખોળામાં રમવામાં અને સેવા કરવામાં. છેલ્લામાં છેલ્લાં કોઈ બાળકને તક મળી હોય તો એ એમને મળી. બીજી એમની વિશેષતા કોઈ જાહે રક્ષેત્રમાં 424

ગયા વગર એક વૈજ્ઞાનિક તરીકેની જિંદગી સારી રીતે એમણે પૂરી કરી. એક જાણીતા કુ ટુબ ં માં જન્મ્યા પછી પ્રમાણમાં સામાન્ય જિંદગી જીવવાનું વલણ કેળવવું બહુ અઘરું હોય છે. ઉચ્ચ કક્ષાની કારકિર્દી અને — હાઇફાઇ વીઆઈપી —  અંગ્રેજીમાં કહે છે ને કે ‘ગ્લેર ઑફ પબ્લિસિટી’, એવું તો એમનું જીવન હતું નહીં. પછી સ્વાસ્થ્યના ગાંધી પ્રશ્નો અને પછી મીડિયાની કરામત — માંદા છે, કોઈ કાળજી નથી લેતું. કાળજી તો બધે જ લેવાતી હોય પણ મીડિયા સમાચાર શાને બનાવે! આપણે પત્રકારત્વમાં જૂ ની કહે વત છે, પત્રકારત્વના વિદ્યાર્થીઓ જાણતા હશે કે કૂ તરું માણસને કરડે એ સમાચાર નથી પણ માણસ કૂ તરાને કરડે એ સમાચાર છે એટલે એ રીતે કહાનદાસ નૉર્મલ લાઇફ જીવતા હોય તો એ સમાચાર નથી પણ માંદા પડ્યા અને હવે કોઈ આવતું નથી, એ ખરું કે ખોટુ ં ઊભું કરો તો એ સમાચાર. પણ કહાનદાસના જીવનનો આનંદ અને ગૌરવ જ ે હતાં તે — ૨૦૧૪ સુધી શરીર ચાલ્યું અને મન વિક્ષિપ્ત દશામાં ન આવ્યું અને મનની એક પ્રકારની સ્ક્રેઝોફે નિક સ્થિતિ ન થઈ ત્યાં સુધી — વીઆઈપી બેડાની બહાર જીવવું પસંદ કર્યું. એ એમની વિશેષતા. એટલે જ ે ‘સગા દીઠા મેં શાહઆલમના, શેરીએ ભીખ માંગતા’ એવો વિલાપ મીડિયા કરે છે, એનું કોઈ કારણ નથી…. બીજાં સંતાનો જ ે છે એ પણ પોતાની રીતે સરસ રીતે કાર્યરત છે. દાખલા તરીકે ગોપાલકૃ ષ્ણ ગાંધી, એ કોણ છે. હમણાં મેં રાજમોહન ગાંધીનો ઉલ્લેખ કર્યો, એમના ભાઈ ગોપાલકૃ ષ્ણ. એટલે દેવદાસના પુત્ર. એ પ. બંગાળના રાજ્યપાલ થયા હતા એમની સનદી સેવાના કારણે. ક્વૉલિફાઇડ ઑફિસર હતા અને એમ કરતાં કરતાં આગળ રાજ્યપાલ થયા. એ વખતે એવી શક્યતા હતી કે થોડા વખતમાં ઉપરાષ્ટ્રપતિ પદે અને પછી કદાચ રાષ્ટ્રપતિ પદે એ પહોંચશે પણ નંદીગ્રામ અને સિંગુરનો જ ે પ્રશ્ન થયો એમાં રાજ્યપાલે એ વખતની સરકારને [અનુસંધાન પૃ. 426 ઉપર] [ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


એક પવિત્ર બાળા ઃ મિસ સોન્જા લેશિન મીરાં ભટ્ટ ‘વૃદ્ધાવસ્થા’ શબ્દનો ડર? ના, ના … મને એવો ડર જરીકે લાગતો નથી. મને આ શબ્દોની લેશમાત્ર બીક નથી; કારણ કે ઘડપણ મારા જીવનનાં બારણાં ખખડાવે તે પહે લાં, તેના સ્વાગતની મેં તૈયારી કરી લીધી છે. કેવી છે આ તૈયારી? વૃદ્ધાવસ્થા સામે તમે કઈ દૃષ્ટિએ જુ ઓ છો, તેનું ખૂબ મહત્ત્વ છે. તમારા જીવનના આંગણે તિથિ આપીને આવનારો એ મહે માન, તમારો જિગરજાન દોસ્ત પણ બની શકે અને તમારો જીવલેણ શત્રુ પણ બની શકે. એનો આધાર તમારા અભિગમ પર છે, તમારા દૃષ્ટિકોણ પર છે. કો’ક વહે લી સવારે , અચાનક અરીસામાં જોતા માથા પર હરતોફરતો કોઈ સફે દ વાળ તમારા હૃદયમાં હાહાકાર વર્તાવે છે કે હાશકારો કરાવે છે, તેનો આધાર છે તમારા દૃષ્ટિકોણ પર. તમારી માનસિક તૈયારી થઈ ગઈ હશે, તો તમે એ વૃદ્ધાવસ્થાને આવકારવા તત્પર થઈને ઊભા રહે શો. જીવનનાં મહામૂલાં વર્ષો ખરચીને આંગણે આવેલી આ વૃદ્ધાવસ્થા તમારા માટે અણમોલ રતન બની જશે.' વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત જીવનસંધ્યાનું સ્વાગત પુસ્તકમાં આમ લખનાર મીરાંબહે ને વૃદ્ધાવસ્થાને ન માત્ર અણમોલ રતન માન્યું, પાછલા અરસામાં કેન્સર રોગના થયેલા નિદાનને પણ ‘આજદિન સુધી મને એની ભીષણતા-ભયંકરતાનો કોઈ સ્પર્શ જ થતો નથી’ (‘જન્મભૂમિ પ્રવાસી’ની કોલમનો છેલ્લો લેખ) કહી ગાંધી-વિનોબા વિચારને જીવનમાં ખરા અર્થમાં પચાવ્યો. હિંદ છોડો આંદોલના વર્ષે જન્મેલા મીરાંબહે ને ગુજરાતી અને ગાંધી સાહિત્યને લેખન-અનુવાદ-સંપાદન થકી ૧૦૦ ઉપરાંત પુસ્તકો આપ્યાં. ‘ભૂમિપુત્ર’ના સંપાદક મંડળમાંય વર્ષો સુધી સેવા આપી. ચોથી નવેમ્બરના રોજ તેમની અંતિમ વિદાય થઈ. નવજીવન તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પે છે. આ સાથે તેમના પુસ્તક ગાંધીયુગની આકાશગંગામાંથી એક   લેખ…

ગાંધીજી આફ્રિકામાં હતા ત્યારે મિસ સોન્જા શ્લેશિન કૂ ચનો પાઈએ પાઈના હિસાબો રાખેલા અને વચ્ચે

નામની ૧૭ વર્ષની એક યહૂદી યુવતી એમની સ્ટેનો હતી. ભારે કામ કરનારી અને પ્રામાણિક હતી. ધીરે ધીરે એને પોતાના સાહે બની મહાનતાનો અંદાજ આવતો ગયો તેમ તેમ એમને આદર-ભક્તિપૂર્વક જોવા લાગી. અઠવાડિયાના ફક્ત ત્રણ જ પાઉન્ડ પગાર લેતી. ગાંધીજી કહે તા કે, “તેનું અંગ્રેજી મારા કરતાં સારું હતું. અમે જ ેલમાં ગયા ત્યારે તે એકલી લાખો રૂપિયાનો હિસાબ રાખતી. અડધી રાતે એકલી જતી. રજપૂતોને શરમાવે તેવી બહાદુર હતી, હં ુ કોઈના સંગાથે જવાનું કહં ુ કે વધારે પગાર આપવાનું કહં ુ મને તો આંખો કાઢી ધમકાવતી. તે કહે તી, “મને તમારી સાથે કામ કરવાનું ગમે છે એટલે આવું છુ .ં ” ફિનિક્સ આશ્રમના વિદ્યાર્થીઓને એ ભણાવતી પણ ખરી. વચ્ચે વચ્ચે લાંબા પ્રવાસે પણ લઈ જતી. ગિરમીટિયાઓની કૂ ચ વખતે પાંચ હજાર માણસોની नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

વચ્ચે સમગ્ર જવાબદારી પણ સંભાળેલી. ગાંધીજી સાથે પણ મતભેદ થાય ત્યારે નિઃસંકોચ જણાવતી ગોખલેજીએ એના વિશે ટાંક્યું છે કે, “એના જ ેવું નિર્મળ અંતઃકરણ, કામમાં એકાગ્રતા, દૃઢતા મેં ઘણા ઓછામાં જોયા છે.” વળી, આ બધા ગુણોની સાથે તેની હોશિયારી અને ચપળતા તેને એક અમૂલ્ય

(ડાબેથી) ગાંધીભાઈ, દક્ષિણ આફ્રિકાનાં સત્યાગ્રહમાં તેમનાં સાથીદારો સોન્જા શ્લેશિન અને હર્મન કૅ લનબૅક

425


સેવિકા બનાવે છે.’ ગાંધીજીએ એના માટે ‘એક પવિત્ર બાળા’ વિશેષણ વાપર્યું હતું. ગાંધીજી ચીડાય છે કે નહીં, તેની કસોટી કરવા એક વાર સિગારે ટ સળગાવીને તેના ધુમાડા ગાંધીજીના મોઢા પર ફેં કેલા. ગાંધીજીએ તરત સોન્જાને બે ગાલે બે લપડાક ચોડી લીધી. ત્યારે બધા ખડખડાટ હસી પડેલા. ગાંધીજી સાથે એની આવી તોફાની દોસ્તી હતી! દક્ષિણ આફ્રિકા છોડતી વખતે ગાંધીજીના વિદાય સમારં ભમાં મિસ શ્લેશિનને પણ માનપત્ર અને પુસ્તકો ભેટ અપાયાં, ત્યારે ગાંધીજીએ કહે લું, “મિસ શ્લેશિને સત્યાગ્રહની લડતમાં રાત-દિવસ જોયા વિના દિલ રે ડીને કામ કર્યું છે. ગિરફતાર થઈ જ ેલ જવાની પણ એણે તૈયારી બતાવી હતી, પણ તેને એ લાભ મળી શક્યો નથી. ઘણાં વર્ષો સુધી મારા સેક્રેટરી તરીકે એણે કામ કર્યું છે અને મારા જાહે ર

કાર્યમાં મને કિંમતી સહાય કરી છે. પણ એ ઉપરાંત મારે મન તે મારી સગી બહે નથી પણ કમ નથી. એણે ટ્રાન્સવાલના હિં દી સ્ત્રીઓના મંડળની રચના કરી અને તેની શરૂઆતથી તેના માનદ સેક્રેટરી તરીકે કામ કર્યું છે.” ‘ઇન્ડિયન ઓપિનિયન’ના ચોથી મે ૧૯૧૩ના તંત્રીલેખમાં પણ ઉલ્લેખ છે કે મિસ શ્લેશિન ૧9૦૬માં સત્યાગ્રહની ચળવળ શરૂ થઈ ત્યારથી તેના સંપર્કમાં રહ્યાં છે. તેમણે આ કામ માટે નામના મેળવી છે. દક્ષિણ આફ્રિકાના હિં દીઓનાં હિતો માટે કામ કરતા યુરોપિયન પુરુષ કાર્યકરોની માફક મિસ શ્લેશિન એ વાતનું દૃષ્ટાંત રજૂ કરે છે કે, માણસની ચામડી ગોરી હોય કે ઘઉંવર્ણી, મનુષ્ય સ્વભાવ બધે એકસરખો હોય છે અને દક્ષિણ આફ્રિકામાં પણ નિઃસ્વાર્થી આત્માઓનો અભાવ નથી. … 

પૃ. 424થી ચાલુ …

ઠપકો આપ્યો અને પોતે રસ લઈને સરકારને બાયપાસ કરીને, સામાન્ય નાગરિકને ઉપયોગી થયા. એટલે જ ે સરકાર એમને કેન્દ્રમાં રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનાવવાની ગણતરીમાં હતી એ સરકારે એ વિચાર પડતો મૂક્યો. એમને આ પરિણામની ખબર હતી પણ એક સૈદ્ધાંતિક ભૂમિકાને વળગી રહ્યા કે જ્યાં હં ુ બંધારણીય વડો છુ ં ત્યાંની સરકાર જો ખોટી રીતે વર્તી હોય તો મારે નાગરિકોની તરફે ણમાં દરમિયાન થવું જોઈએ. આ કુ ટુબ ં ના બીજા સભ્યોની પણ ઓછીવત્તી વાત થઈ શકે પણ મોહને જ ેને કહાન કહ્યા એમને યાદ કરીને આ પ્રકારના પરિવારમાંથી આવતાં બાળકોની જ ે બે વિશેષતા — વાત્સલ્ય ને સેવાનો બાળપણનો ભાવ

અને પોતાની કામગીરી કરીને એ રીતે જીવવાનો ભાવ, એ બે વિલક્ષણતા નોંધું છુ .ં એ રીતે કનુભાઈને યાદ કરીએ. આ રીતે ‘યાદ કરીએ’ એ કોઈ ચાલુ અર્થમાં નથી અને એકદમ શોકવશ કોઈ નિવાપાંજલિ આપું છુ ં એમેય નથી. શરીર તો પોતાનો ધર્મ બજાવે જ છે અને યથાસમયે જતું હોય છે પણ આવે વખતે આપણે એ વ્યક્તિ, તેનો સમય અને તેના આસપાસનાઓની થોડી વાત સમજવાનો પ્રયાસ કરીએ. અને એ રીતે આપણી બિરાદરી અને અંજલિનો ભાવ કાયમ રહે , એ ભાવથી વિદ્યાપીઠ પરિવાર અને વિદ્યાપીઠ પરિસરમાં બે શબ્દો કહ્યા છે. કનુભાઈને એટલે કે કહાનદાસને મારા અને આપણા સૌ વતી નમ્ર શ્રદ્ધાંજલિ આપું છુ .ં [https://www.youtube.com/watch?v=Z55Om 7MnO2A પરથી ટ્રાન્સક્રિપ્ટ –સં.] 

426

[ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


પુન: પરિચય, સંિ�પ્ત પરિચય બાળકો તો ખરાં જ, મોટેરાંને પણ રસ પડે એવી વાર્તા મૂરખરાજ અને તેના બે ભાઈઓ • ગાંધીજી બાળપણમાં આપણે સહુ વાર્તા વાંચતા હોઈએ છીએ. મોટા થયા પછી વાર્તામાં રસ નથી પડતો એવું નથી હોતું પણ સમાચારો જાણવાની જરૂરિયાતમાં આપણી એ પ્રાથમિકતા નથી રહે તી. તેથી વાર્તા વાંચવાનું બાજુ પર રહી જાય છે. પણ જો કોઈ વિશેષ રસપ્રદ વાર્તા ધ્યાને ચઢી જાય તો સમય કાઢીને પણ વાંચી લઈએ છીએ. આવી વાર્તાઓમાં બહુ સહજતાથી સ્થાન પામે એવી એક વાર્તા એટલે મૂરખરાજ અને તેના બે ભાઈઓ. ‘સૈન્ય અને ધનનાં બળો પરિશ્રમના તેજ આગળ કેવાં ઝાંખાં પડે છે’ તેની રોમાંચક સફર આ વાર્તા કરાવે છે. મૂળે ટાૅલ્સ્ટાૅયની આ વાર્તાનો ગાંધીજીએ પોતાની માન્યતા મુજબ જ, કોશિયો પણ સમજી શકે એવી સરળ ભાષામાં અનુવાદ કર્યો છે. ‘ઇ�ન્ડયન ઓપિનિયન’માં આ વાર્તા હપતાવાર છપાઈ હતી. બાળકોને વાંચવામાં સરળતા રહે એ વિચારથી ૧૯૬૪માં સુરતના ગાંડીવ કાર્યાલયે ગાંધીજીના જૂ ની ગુજરાતી ભાષાના કેટલાક શબ્દોમાં ફે રફાર કરીને આ પુ�સ્તકા પ્રકાશિત કરી હતી. જ ેને નવજીવન ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૧૦માં મૂળ સ્વરૂપે પ્રકાશિત કરાઈ છે. તેની અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ ઉપરાંત નકલો વેચાઈ ચૂકી છે. નાનાં નાનાં ૧૩ પ્રકરણોમાં વહેં ચાયેલી અને સચિત્ર એવી આ વાર્તા બાળઘડતરનાં કાયમી પુસ્તકોમાં સ્થાન પામે એવી છે. [ફોર કલર ટાઇટલ, સાઇઝ 9.5 × 7, પાનાં 36, _ 10] નવી પેઢીને ગાંધીજીનો પરિચય કરાવતું પુસ્તક : GANDHIઃ The alternative to violence • Carlos G. Valles આ પુસ્તક મહાત્મા ગાંધીના જીવન પર આધારિત છે. ગાંધીજી વિશે ફાધર વાલેસના આ સૌપ્રથમ અંગ્રેજી પુસ્તકમાં ગાંધીના જીવનના અતિ મહત્ત્વના પ્રસંગોને આવરી લીધા છે. નાનાં નાનાં ૧૭ પ્રકરણોમાં તેને વિભાજિત કર્યા છે અને તે દ્વારા ગાંધીનો જીવનસંદેશ નવી પેઢીમાં અંગ્રેજી મારફત પહોંચાડવાનો તેમણે ઉપક્રમ આદર્યો હોય તેવું સમજાય છે. ૧૫૦થી ઓછાં પાનાંનું આ નાનકડુ ં પુસ્તક ગાંધીની જીવનયાત્રાને સરળ ભાષામાં રજૂ કરી આપે છે. ગાંધીજીની આત્મકથા, કાકાસાહે બ કાલેલકરનાં લખાણો અને અન્ય સંદર્ભો ઉપરાંત શંકરલાલ બૅંકરનાં સ્મરણોમાંથી ઘટનાઓ મૂકી છે. મુખપૃષ્ઠ પર ગાંધીનું મીંચેલી આંખોવાળંુ સુંદર રે ખાચિત્ર છે તો પાછળના ભાગે ફાધરનો કરચલીવાળો ચહે રો અને પરિચય છે. પુસ્તકના શીર્ષકમાં ગાંધીને હિં સાના વિકલ્પ રૂપે રજૂ કર્યા છે. ‘મારું જીવન એ જ મારી વાણી’ એવો ગાંધીનો સંદેશ આપણે બધાં જાણીએ છીએ એટલે હિં સાનો વિકલ્પ અહિં સા એવું નહીં, હિં સાનો વિકલ્પ ગાંધી એમ મૂકવામાં આવ્યું છે. અહીં ગાંધી એટલે ગાંધીવિચાર અને ગાંધીવિચાર એટલે ગાંધીનું જીવન એવું સમીકરણ વાચકને બરાબર સમજાઈ રહે છે. [જૂ ન ૨૦૧૩માં ડંકેશ ઓઝા લિખિત દીર્ઘ પરિચયમાંથી સંપાદિત] [ફોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇ�ન્ડંગ, સાઇઝ 6 × 8, પાનાં 144, _ 100, વિદેશમાં $ 5]

नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

427


તરુણોની ગાંધીકથા : My Early Life — An illustrated Story • M. K. Gandhi, Edited by Mahadev Desai મહાત્મા ગાંધીનાં અનેક જીવનચરિત્રોમાં આ પણ એક સુંદર પ્રસ્તુતિ છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે ભારતમાં તૈયાર કરે લાં પ્રારં ભિક પુસ્તકોમાં My Early Life (૧૯૩૨) છે. ગાંધીજીની આત્મકથાની તે સંક્ષિપ્ત આવૃત્તિ છે. તેઓ જ ેલમાં હતા ત્યારે આ નાનકડુ ં મોહક પુસ્તક તેમના માર્ગદર્શનમાં મહાદેવભાઈ દેસાઈની સિદ્ધહસ્ત કલમથી આકાર પામ્યું હતું. ગાંધીજીના જીવનનો સને ૧૮૬૯થી ૧૯૧૪ સુધીનો — તેમના દક્ષિણ આફ્રિકાના રહે વાસ સુધીનો — સમયગાળો આ પુસ્તકમાં આવરી લેવાયો છે. જન્મથી શરૂ કરીને અહિં સક સત્યાગ્રહી લોકનેતાની પ્રતિષ્ઠાના તેજપુંજથી પ્રકાશિત વ્ય�ક્તત્વની વિકાસયાત્રા વાચકને જકડી રાખે તેવી શૈલીમાં રજૂ થઈ છે. લાર્જ ફાૅર્મેટ અને ભાવસભર રે ખાંકનો આ પુસ્તકમાં વિશેષ ધ્યાન ખેંચે છે. તરુણો આ પુસ્તકને હાથમાં લેવા આકર્ષાય તેવું તેનું મુખપૃષ્ઠ પરનું કાર્ટૂનચિત્ર, આ અતિપરિચિત પુસ્તકને અનોખી ઓળખ આપે છે. ગાંધીયુગથી અપરિચિત તરુણ વાચકોને આ લખાણોમાં નવજીવનના સંચારરૂપે ૪૫ જ ેટલાં રોચક રે ખાચિત્રો પ્રસંગોને ે ન્સ Collected works of Mahatma કલ્પનાની પાંખે ચડાવે છે. તે ઉપરાંત, જ ે તે સમયસંદર્ભને અનુરૂપ ક્વાૅટશ Gandhiમાંથી ચૂંટીને મૂકવામાં આવ્યાં છે. આવાં લખાણ અલગ ટાઇપ-ફે ઇસમાં મૂકીને વાચકને તે તારવવું સુગમ બનાવ્યું છે અને જિજ્ઞાસા થાય તો અન્ય સાહિત્ય માટે તે પ્રેરક પણ બને છે. [વાસુદેવ વોરા લિખિત દીર્ઘ પરિચય (પુસ્તક-પરિચય વિશેષાંક, અાૅક્ટો. – ડિસે. ૨૦૧૩)માંથી સંપાદિત]

આરોગ્યના સ્વરાજ તરફ સફર : દિનચર્યા • લે. બાપાલાલ ગ. વૈદ્ય ‘પ્રત્યેક પ્રાણવાન યુવાનનું એ કર્તવ્ય હોવું જોઈએ કે તે આજની ગંધાતી બદબોથી ભરપૂર અને અનેક દૂષણોથી ભરપૂર જ્ઞાતિસંસ્થાનું નિકંદન કાઢે. જ ે સમાજમાં પૈસાથી સ્ત્રીઓ ખરીદાય છે, સાટાંત્રેખડાં [પહે લો બીજાને, બીજો ત્રીજાને અને ત્રીજો પહે લાને સાટુ ં આપે તેવો વહીવટ] કન્યાઓ કમાવાય છે તે સમાજમાં શેની આશા રખાય? એટલે જ એકચક્રાના બકાસૂરથી જ ેમ ત્યાંનો માનવસમાજ પીડાતો હતો તેમ આજ ે એક એક મવાલીથી, જંતુ જ ેવાં પ્રાણીઓથી ખદબદતાં ગામડાં અને શહે રો પીડાતાં જણાય છે.’ આરોગ્યના પુસ્તકમાં જવલ્લે જ જોવા મળે એવી વાત કરતું આ પુસ્તક વીસમી સદીના ગુજરાતના પ્રસિદ્ધ વૈદ્યરાજ બાપાલાલ ગ.વૈદ્યની અવલોકન, અનુભવ, સંશોધકદૃષ્ટિથી લખાયું છે. આયુર્વેદના કોઈ પણ પુસ્તકમાં અપેક્ષિત હોય એવી ચરક, સુશ્રૂત અને કાશ્યપ સંહિતા ઉપરાંત પશ્ચિમી આરોગ્યશાસ્ત્રીઓએ કરે લાં અનેક સંશોધનો–સંદર્ભો અને ગાંધીજીના આહારવિહારના પ્રયોગોના ઉલ્લેખો પણ ઠેકઠેકાણે મળી આવે છે. આયુર્વેદના પાયાના સિદ્ધાંત—રોગ થયા પછી તેની સારવારને બદલે રોગ થાય જ નહીં, એ માટેની જીવનશૈલી કેવી હોવી જોઈએ તે અંગે તો આ પુસ્તક પૂરતો પ્રકાશ પાડે જ છે, સાથોસાથ ‘સુધારાના આગમન’ (કહે વાતા વિકાસ) સાથે સમાજમાં પેસી ગયેલી બદીઓ તરફ પણ આંગળી ચીંધે છે. રોજબરોજની શારીરિક ક્રિયાને લગતાં ૩૩ પ્રકરણોમાં લખેલી ઘણી વાતો આપણી પરં પરાગત માન્યતાનો છેદ ઉડાવે છે. [ફોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇન્ડિંગ, સાઇઝ 5.5 × 8.5, પાનાં 12 + 236, _ 100]

428

[ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


બાળકોને સંસ્કારઘડતર અને સંસ્કૃ તિની ઓળખ કરાવતંુ પુસ્તક સીતાહરણ • લે. ચન્દ્રશંકર પ્રાણશંકર શુક્લ ‘હરિજનબંધુ’ના આરં ભકાળથી લગભગ સાતેક વર્ષ સુધી તેના તંત્રીપદની નામનાપ્રાપ્ત ચન્દ્રશંકર પ્રાણશંકર શુક્લે લેખક-સંપાદક તરીકે પક્વ પેઢી માટે તો અનેક પુસ્તકો આપ્યાં પણ જ ે-તે પેઢી પરિપક્વ થાય એ પહે લાં તેમનામાં પોતાની સંસ્કૃતિની ઓળખ અને સંસ્કાર ઘડતર કરતું પુસ્તક એટલે સીતાહરણ. સુંદર મુખપૃષ્ઠ સાથે ૪૭ પ્રકરણો સમાવતા આ પુસ્તકમાં મૂળરૂપે રામાયણની કથા હોવા છતાં તે રામજન્મની નહીં પણ રામજન્મની અનિવાર્યતા પેદા કરતી પરિ�સ્થતિની માંડણીથી શરૂ કરાયું છે, તે તેની વિશેષતા છે. આ પુસ્તક માટે મહાદેવ દેસાઈએ પ્રસ્તાવનામાં નોંધ્યું છે, આ બાળરામાયણમાં જ્ઞાન, કલા અને મર્યાદા એ ત્રણે ઉતારવાનો સમર્થ પ્રયત્ન થયો છે, અને બાળકોની આગળ એ સામગ્રી મૂકવાની હોવા છતાં ગાંભીર્યમાં કશી ઊણપ આવી નથી. કોઈક કોઈક સ્થળે આદિકવિના મૂળથી અને આધુનિક કવિઓની કૃ તિથી બહાર જઈ ભાઈ ચંદ્રશંકરે તેમની ન્યૂનતા પૂરવાનો પ્રયત્ન કર્યો છે.’ આ પુસ્તક બાળકો અને મોટેરાં, બંને માટે ઉત્તમ વાચન બની રહે એવું છે. [ફોર કલર ટાઇટલ, સાઇઝ 4.5×7, પેપર બૅક બાઇ�ન્ડંગ, પાનાં 8+160, _ 80]

સરદારના વ્યક્તિત્વનાં સઘળાં પાસાંનો પરિચય કરાવતું પુસ્તક : સરદાર વલ્લભભાઈનાં ભાષણો • સંપાદક : નરહરિ દ્વારકાદાસ પરીખ, ઉત્તમચંદ દીપચંદ શાહ

જ ેમ ગાંધીજીના પરિચય માટે તેમનાં લખાણો છે, તેમ સરદારના પરિચય માટે તેમનાં ભાષણો છે. સરદારના જીવનનાં બધાં જ પાસાં તેમનાં ભાષણોમાં ડોકાયા વિના રહે તાં નથી. તેમાંથી ભારતીય પ્રજાએ શૌર્ય અને સ્વાવલંબનના રસ પીધા છે. તેમના ચારિ�યનાં લક્ષણો તેમની તળપદી શૈલીમાં જોવા મળે છે. સરદાર મોટા ભાષાશાસ્ત્રી કે સાહિત્યકાર ન હતા, છતાં તેમનાં પ્રવચનો હૃદય સોંસરાં ઊતરી જાય તેવાં સરળ અને સામર્થ્યપૂર્ણ હતાં. સરદારનાં પ્રવચનોમાં ગાંધીવિચારની નિર્ભેળ સુગંધ જોવા મળે છે. વ્યંગ અને વિનોદ પણ જોવા મળે છે. ગાંધીના વિચારો ને આદર્શોને વ્યવહારુ સ્વરૂપ આપવાનું કાર્ય સરદારે કર્યું છે. લોકોને ન ગમે તેવી સાચી વાત કડવી રીતે કહીને પણ લોકસમ્રાટ કે હૃદયસમ્રાટ બની શકાય છે તેનો પુરાવો સરદારનાં ભાષણો છે. ૧૮ એપ્રિલ, ૧૯૧૮થી ૧૯૪૭ની ૧૧મી ઑગસ્ટ સુધીનાં સરદારનાં ભાષણોનું આ પુસ્તક નવજીવને પુનઃમુદ્રણ કરીને યુવાપેઢીને સરદારને સાચા સ્વરૂપમાં સમજવાનું ભાથું પૂરું પાડ્યું છે. [ઑક્ટો.-ડિસે.૨૦૧૩માં મણિલાલ એમ. પટેલ લિખિત દીર્ઘ પરિચયમાંથી સંપાદિત] [ફોર કલર ટાઇટલ, સાઇઝ 6.5 × 9.5, પેપરબૅક બાઇન્ડિંગ, પાનાં 16+480, _400]

नवजीवनનો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૬]

429


ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ અખિલ હિંદ કાૅંગ્રેસમાં ગાંધીજી વધુ સક્રિય થઈ રહ્યા હતા, એટલે કે એ વાટે દેશના જાહે રજીવનમાં સક્રિય થઈ રહ્યા હતા. વિવિધ સભા અને મેળાવડાની જ આ ઉપલબ્ધિ હતી કે દેશને પોતાના વારસ તરીકે જ ેમને ભવિષ્યમાં બાપુ ઘોષિત કરવાના હતા એવા જવાહરલાલ નેહરુની પહે લી મુલાકાત આ માસે જ લખનૌમાં ભરાયેલી કાૅંગ્રેસની બેઠકમાં થઈ હતી. આ બેઠકની સાથે એટલા જ લગાવથી મો. ક. ગાંધી મુસ્લિમ લીગ કોન્ફરન્સમાં પણ હાજરી આપે છે અને ઝીણાના અધ્યક્ષસ્થાને ભરાયેલી આ સભામાં સંસ્થાનોમાં જોવા મળતી હિંદુ-મુસ્લિમ એકતાનો દાખલો ટાંકીને ભારતમાં પણ હિંદુ અને મુસલમાનોએ સહકારથી કામ કરવા પર ભાર મૂકે છે. અને આ કામ માટે દેશભરમાં જ ે આશ્રમનું નામ ગુંજતું થવાનું હતું તે સત્યાગ્રહાશ્રમસાબરમતી માટેની જમીનનો સૌથી પહે લો ટુકડો ખરીદવાના બાનાખત માટેનો સ્ટેમ્પ પણ આ માસે જ ખરીદાય છે. હા, દક્ષિણ આફ્રિકા છોડ્યાને બે વર્ષ પૂરાં થવા આવવાં છતાંય ત્યાંના સત્યાગ્રહ ફં ડ અને ઇન્ડિયન ઓપિનિયન અંગેનો પત્રવ્યવહાર હજુ ચાલુ છે…

ડિસેમ્બર ૧૯૧૬

૧થી ૭ (અમદાવાદ). ૮ મુંબઈૹ પોલકના માનમાં થયેલા મેળાવડામાં હાજર, સ્થળ પ્રેસિડન્સી એસો.ની રૂમ. ૯થી ૧૦ (અમદાવાદ). ૧૧ અમદાવાદૹ સાબરમતી આશ્રમની જમીનનો સૌથી પહે લો ટુકડો ખરીદવાના બાનાખત માટે સ્ટૅમ્પ ખરીદ્યો.1 ૧૨થી ૨૦ અમદાવાદ. ૨૧ રસ્તામાં. ૨૨ અલાહાબાદૹ મૂર કૉલેજમાં ભાષણ, પ્રમુખ માલવિયાજી. વિષય-અર્થશાસ્ત્ર અને નૈતિક વિકાસ (પ્રગતિ)

૨૩ અલાહાબાદૹ જાહે રસભા, પ્રમુખ માલવિયાજી, સ્થળ મુન્શી રામપ્રસાદનો

બગીચો.  થી નીકળ્યા. ૨૪થી ૨૫ લખનૌ.2 ૨૬થી ૨૭ લખનૌૹ કાૅંગ્રેસની બેઠકમાં હાજર.3

૨૮ લખનૌૹ કાૅંગ્રેસની બેઠકમાં હાજર.  કાૅંગ્રેસ અને લીગના નેતાઓની ખાનગી બેઠકમાં હાજર. ૨૯ લખનૌૹ કાૅંગ્રેસની બેઠક (ચાલુ)માં હાજર. 

ભારતવર્ષીય એકલિપિ અને એકભાષા

પરિષદના પ્રમુખપદે.4 ૩૦. લખનૌૹ કાૅંગ્રેસની બેઠકમાં હાજર.  મુસ્લિમ લીગની બેઠકમાં હાજર. ૩૧ લખનૌૹ મુસ્લિમ લીગની બેઠકમાં સંસ્થાનોમાં વસતા હિં દીઓ વિશે ભાષણ.5 2. આ અરસામાં બાબુ ભગવાનદાસનો પરિચય થયો. 3. પંડિત જવાહરલાલનો પ્રથમ મેળાપ અહીં થયો. 4. કદાચ તા. ૨૮ હોય અગર ૨૯ પણ હોય.

1. આ આશ્રમ વિખેરી નાખવાનો નિર્ણય લીધા પછી તા. ૨૬– ૭–૩૩ના રોજ સરકારને લખેલા કાગળમાં ગાંધીજીએ જણાવ્યું — ‘Present site of the Ashram was bought in ૧૯૧૬.’ પણ બાનાખત જ તા. ૩૧–૫–૧૭ના રોજ થયું હતું; એટલે આ શબ્દોનો એટલો જ અર્થ થઈ શકે કે ખરીદીની વાત કદાચ ૧૯૧૬માં પાકી થઈ હશે. 

430

[ ડિસેમ્બર ૨૦૧૬] नवजीवनનો અક્ષરદેહ


ગાંધીજીના જીવનની કથા ચિત્રો વાટે કહે તું આ પુસ્તક છે. આપણા રાષ્ટ્રપિતા એક સાવ સામાન્ય બાળક હતા. જીવનના ખાડાખડિયાવાળા માર્ગે એમની મજલ ચાલી. દક્ષિણ આફ્રિકામાં એમના વ્યક્તિત્વનો ઘડતરકાળ વીત્યો અને ત્યાં જોતજોતામાં એ લોકોના આગેવાન બન્યા. સાદગી અને સત્યમય જીવનના અનેક અખતરાઓ કરીને જ્યારે હિં દુસ્તાન આવ્યા ત્યારે દેશના કરોડો લોકોના માનીતા એ ‘ગાંધીજી’ બન્યા. હિં દુસ્તાનને અહિં સક માર્ગે આઝાદી અપાવી એ એમનો પ્રયોગ ઇતિહાસમાં અનોખો છે. પોતાના હૈ યાના એ હારને કરોડોએ ‘બાપુ’ કહ્યા. દેશને આઝાદી મળી એ પછી થોડા મહિનામાં જ એમણે નિર્વાણપંથે પ્રયાણ કર્યું. અદના ‘મોહન’માંથી કરોડો ભારતવાસીઓના ‘બાપુ’ બનનાર એ મહાન જીવનની કથા આ પુસ્તકમાં કહે વાઈ છે. કિશોરો-યુવાનોને તો ગમશે જ, પણ સહુ કોઈને રસ પડે એવી આ ચોપડી છે.

નવજીવન સાથે સંકળાયેલા પુસ્તકવિક્રેતાને ત્યાં ઉપલબ્ધ ગુજરાતી _ 500, અંગ્રેજી _ 750

અભિનંદન

વર્ષ ૨૦૧૩માં શરૂ થયેલા ‘नवजीवनનો અક્ષરદેહ’ની આગવી ઓળખ ઊભી કરવામાં વિશિષ્ટ સૂઝ ધરાવનાર પત્રકાર, લેખક, કૉપીઅૅડિટર અને સંશોધક એ તમામ માટેની શ્રેષ્ઠ કહી શકાય તે હદની લાયકાત કેળવનાર યુવાન સંપાદક કેતન રૂપેરાની કાબેલિયતનો આપણને પરિચય છે જ. ‘પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત શિક્ષણ વિચાર’ પર ગૂજરાત વિદ્યાપીઠમાંથી અનુપારં ગત (એમ. ફીલ)ની પદવી મેળવી ગાંધીવિચાર અને પર્યાવરણશિક્ષણ ક્ષેત્રે સક્રિય સ્વૈચ્છિક સંસ્થા ‘હિં દ સ્વરાજ મંડળ’માં દોઢ વર્ષની કામગીરીમાં ફિલ્ડવર્કનો અનુભવ તથા ‘દિવ્ય ભાસ્કર’ અને ‘અભિયાન’માં ડેસ્ક અને રિપોર્ટિંગની કામગીરીનો અનુભવ મેળવ્યા બાદ છેલ્લાં છ વર્ષથી ફ્રીલાન્સ જર્નલિસ્ટ તરીકેની કામગીરી દરમિયાન નવજીવનના ભૂતપૂર્વ મૅનેજિગ ં ટ્રસ્ટી જિતેન્દ્ર દેસાઈના સ્મૃતિગ્રંથ ‘ગાંધી સાહિત્યના સારથિૹ જિતેન્દ્ર દેસાઈ’, રાષ્ટ્રીય સ્તરે જાણીતા પત્રકાર અને ‘ધ ઇકોનૉમિક્સ ટાઇમ્સ’ના રે સિડને ્ટ અૅડિટર તુષાર ભટ્ટના સ્મૃતિગ્રંથ ‘નીડર પત્રકાર, પૂર્ણ પરિવારજનૹ તુષાર ભટ્ટ’ અને જાણીતા કર્મશીલ ચુનીભાઈ વૈદ્ય વિશેના સ્મૃતિગ્રંથ ‘અગ્નિપુષ્પ’ના સંપાદનની કામગીરી દ્વારા કેતન રૂપેરાએ ઉત્તમ સંપાદક તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. ખાદી અને ચરખા ક્ષેત્રે તેમણે કરે લું સંશોધન ‘ખાદીયાત્રાૹ ૧૮૫૭થી ૨૦૧૦’ અને ‘ખાદીયાત્રાૹ વિપ્લવથી વર્તમાન સુધી’ તેમની સંશોધક અને સંપાદકની ઊંડી સૂઝના નમૂનારૂપ છે. ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સામયિક ‘નિરીક્ષક’માં તંત્રીના સહાયકની કામગીરી ઉપરાંત તાજ ેતરમાં નડિયાદમાં શરૂ થયેલી ‘શ્રી અમૃત મોદી કૉલેજ ઑફ માસ કમ્યુનિકેશન’માં લેક્ચરર તરીકે પણ પોતાની કાબેલિયતનો પૂર્ણ ઉપયોગ કેતન રૂપેરા કરી રહ્યા છે.  નવી દિલ્હી સ્થિત ‘ગાંધી હિં દુસ્તાની સાહિત્ય સભા’ અને ‘વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન’ દ્વારા ૨૦૧૬નું પ્રતિષ્ઠિત ‘કાકાસાહે બ કાલેલકર પત્રકારિતા સન્માન’ કેતન રૂપેરાને પત્રકારત્વ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે એનાયત કરવાનું જાહે ર થયું છે. ૩૧ ડિસેમ્બરના રોજ ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભાના સભાગૃહમાં તેમને આ સન્માન આપવામાં આવશે. જ ે માટે સમગ્ર નવજીવન પરિવાર તેમને અભિનંદન અને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે. વિવેક દેસાઈ ૪૩૧

મૅનેજિગ ં ટ્રસ્ટી, નવજીવન


૪૩૨


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.