Navajivanno Akshardeh August 2018

Page 1

વર્ષૹ ૦૬ અંકૹ ૦૮ સળંગ અંકૹ ૬૪ • ઑગસ્ટ ૨૦૧૮

છૂટક કિંમત ઃ _ ૧૫


વર્ષૹ ૦૬ અંકૹ ૦૮ સળંગ અંકૹ ૬૪ • ઑગસ્ટ ૨૦૧૮ છૂ ટક કિંમત ઃ _ ૧૫

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર આવરણ ૧ રે ખાંકન: રમેશ ઠાકર, 100 Tributesનું એક પૃષ્ઠ, ગાંધીજીનાં પૌત્રી તારા ભટ્ટાચાર્યનો સંદેશ આવરણ ૪ “પંદરમી ઑગસ્ટ” [હરિજનબંધુ ૧૫-૦૮-૧૯૪૮]

૧. લોકશાહીને પ્રગતિને પંથે ચડાવવાનો પ્રયાસ. . . . . . . . . . . . . પ્યારે લાલ. . . ૨૩૫ ૨. પુસ્તક પરિચય : મારા સ્વપ્નનું ભારત. . . . . . . . . . . . . . .ગૌરાંગ જાની. . . ૨૪૧ ૩. મુલાકાત : પ્રકાશ ન. શાહ “સ્વાતંત્ર્યનાં મૂલ્યો સમાજને સ્તરે સર્વાંગી ધોરણે આગળ વધારવાનો છે” .. . . . . . . . . . . . . . . . . . મણિલાલ એમ. પટેલ. . . ૨૪૨ ૪. શાણો સમાજ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ઍરિક ફ્રોમ. . . ૨૪૯ ૫. સૌંદર્યની નદી નર્મદા: ઉપસંહાર. . . . . . . . . . . . . . . .અમૃતલાલ વેગડ. . . ૨૫૧ ૬. વરસાદ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .કાકાસાહે બ કાલેલકર. . . ૨૫૬ ૭. ગાંધીદૃષ્ટિ : સ્ત્રી વિશે . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી. . . ૨૬૦ ૮. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૨૬૪

વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (3–18)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 3 એ માર્ચ મહિનો અને 18 એ 2018નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૨૩૪


લોકશાહીને પ્રગતિને પંથે ચડાવવાનો પ્રયાસ પ્યારે લાલ ગાંધીજીનાં અંતિમ વર્ષો અને તે દરમિયાન હિં દુસ્તાનના ઘટનાપ્રચૂર ઇતિહાસનું અદ્વિતીય આલેખન ગાંધીજીના સચિવ રહે નાર પ્યારે લાલે લાસ્ટ ફે ઝ (ગુજરાતી અનુવાદ : પૂર્ણાહુતિ)માં કર્યું છે. રોજબરોજની તત્કાલિન પરિસ્થિતિને પ્યારે લાલે ઇતિહાસના એવા સંદર્ભો સાથે જોડીને વર્ણવી છે કે, તેમાં સ્વરાજ મેળવ્યા બાદ સત્તાસ્થાને આવનારા એક સમયના સ્વાતંત્ર્યસેનાનીઓ પ્રજા સાથે કેવો દ્રોહ કરી રહ્યા છે તે સ્પષ્ટ થાય છે! સ્વતંત્રતા પૂર્વે નેતાઓ પાસે જ ે સાદગીનો આગ્રહ ગાંધીજી એક સમયે ચોક્કસ હદ સુધી પળાવી શક્યા હતા, એ જ નેતાઓ આઝાદી મળ્યા બાદ ૧૮૯૯ • ૧૯૮૨ રહે ણીકરણીને લઈને બ્રિટિશરોની જ ેમ વર્તી રહ્યા હતા. પ્રજાને ભવિષ્યનાં સપનાં બતાવવાનો પણ દોર શરૂ થઈ ચૂક્યો હતો. ભવિષ્યનાં ગુલાબી સપનાંઓ વિશે પ્યારે લાલે ગાંધીજીની વ્યવહારુ દૃષ્ટિને રજૂ કરી છે. જ ેમાં તેઓ જણાવે છે કે, ગાંધીજીને આવાં ભાવિ સપનાંઓમાં હાડોહાડ અવિશ્વાસ હતો. “આવતી કાલે શીરો મળશે” એવાં વચનોને ગાંધીજી હં મેશાં “આજના રોટલો અને દૂધ”ના પલ્લામાં તોળી જોતા. પૂર્ણાહુતિના અંતિમ ભાગમાં આપણને આવી અસંખ્ય ઘટનાઓ જાણવા મળે છે, જ ેણે મહાત્મા ગાંધીએ સેવેલા સ્વરાજના સ્વપ્નને ધ્વસ્ત કરવાનું કામ કર્યું હતું. પ્યારે લાલે વર્ણવેલા એ સંક્રાંતિકાળના સમય અને સ્વરાજનું સ્વપ્ન જીર્ણ થતા ગાંધીજીએ અનુભવેલી પીડાને 72મા સ્વાતંત્ર્યદિનના પ્રસંગે સમજીએ.

જ ેમણે કાર્લાઈલનું ફ્રાંસની ક્રાંતિના ઇતિહાસનું સામ્રાજ્યના અતિશય ભીષણ કાળ દરમિયાન પણ પુસ્તક વાંચ્યું હશે તેમને તેમાંનો એક નોંધપાત્ર ફકરો યાદ આવશે. એ ફકરામાં લેખકે જણાવ્યું છે કે, “છ છ વરસ સુધી રમખાણો અને ઊથલપાથલ વેઠ્યાં પછી, ભારે જહે મતો ઉઠાવ્યા અને ભારે સાહસકાર્યો કર્યાં પછી… રાજાશાહીના જુ લમના પ્રતીક સમા બાસ્તાઈ જ ેવા કિલ્લાઓ જમીનદોસ્ત કર્યા પછી, બ્રન્સ્વીકના રાજવંશને હરાવ્યા તથા રાજામહારાજાઓનો સામનો કર્યા પછી” પૅરિસના ગરીબવર્ગના લોકોને “બે ટીપાં સરકો પાડેલી તથા થોડી કાંદાની કચુંબર ભભરાવેલી માંડ ત્રણ રાંધેલી માછલી તથા બે કોળિયા જ ેટલી બાફે લી ભાજી ખાવા મળતી હતી. પછી બાકી રહે લો પેટનો ખાડો પાસે થઈને વહે તી સીન નદીના વિપુલ પાણીથી પૂરવાનો હતો.” દરરોજનું તેમનું રોટીનું રૅશન ઘટીને દોઢ ઔંસનું થઈ ગયું હતું અને રોટીનો એટલો ટુકડો મેળવવા માટે પણ “ભઠિયારાની દુકાને રં ક લોકોની મોટી મોટી કતારો જામતી હતી.” ક્રાંતિના ત્રાસના नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૮]

તેમને એથી વધારે યાતનાઓ વેઠવી પડી નહોતી અને આમ છતાં, એ જ સમયે પૅરિસના ધનિકવર્ગના લોકોના વૈભવવિલાસનો પાર નહોતો. અને ત્યાંનો શ્રીમંત નાગરિક “હં ુ કેવો ભભકાદાર પોશાક પહે રીશ” એ જ વિચારમાં નિમગ્ન રહે તો હતો! 1947-48ના શિયાળા દરમિયાન હિં દી રાજ્યસંઘના પાટનગરમાં માપબંધીની દુકાનો આગળ જામતી લાંબી કતારોમાં જગ્યા મેળવવા માટે સ્ત્રીઓ, પુરુષો અને બાળકોને સુધ્ધાં લડતાંઝઘડતાં જ ેમણે ભાળ્યાં હશે તે પૈકીના ઘણાઓ કાર્લાઈલે વર્ણવેલી ફ્રાંસની ક્રાંતિ પછીના સમય દરમિયાન ભઠિયારાઓની દુકાને જામતી કતારોનું સ્મરણ થયું હશે. પરં તુ ફ્રાંસમાં તો હિં સા દ્વારા નવયુગનો અરુણોદય થવા પામ્યો હતો અને વિષમ સાધનોનો આશરો લેવાને કારણે ક્રાંતિ નિષ્ફળ નીવડી હતી. “આ રીતે જ ેના વડે તેમણે ઘૃણાજનક કૃ ત્યો કર્યાં 235


ઑગસ્ટ, 1949માં શરણાર્થી કૅ મ્પમાં ભાષણ આપતા તત્કાલિન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ

હોય તે કુ હાડીને જ માણસો ભાગી નાખે છે; કેમ કે, ખુદ કુ હાડી જ ઘૃણાજનક બની જાય છે.” હિં દમાં સ્વતંત્રતા ઘણે અંશે પ્રજાની અહિં સક લડત દ્વારા આવી હતી. આવી સ્વતંત્રતા દ્વારા પ્રજા, બ્રિટિશ અમલ દરમિયાન જ ેનો ઉકેલ કેમે કરીને લાવી શકાયો નહોતો તે સવાલનો ઉકેલ લાવવાને શક્તિશાળી થવી જોઈતી હતી. પરં તુ વસ્તુતાએ, સ્વતંત્રતા આવ્યા પછી તો, એ સવાલો ઊલટા વધારે ઉગ્ર બન્યા. એટલી લાંચરુશવતખોરી ક્યારે યે જોવામાં આવી નહોતી. રાજ્યવહીવટ તત્ત્વતઃ અગાઉની રીતે જ ચલાવાતો રહ્યો અને પ્રજાકીય સરકારે મૌલિક પદ્ધતિ અખત્યાર કરવાને બદલે અગાઉના વખતમાં કેવળ કૉંગ્રેસીઓએ જ નહીં પણ સઘળા રાષ્ટ્રવાદીઓએ પણ જ ેને વખોડી કાઢી હતી તે જ નિંદ્ય જૂ ની 236

પરં પરાને અનુસરવાનું ચાલુ રાખ્યું એટલું જ નહીં પણ, કેટલીક બાબતોમાં તો એ દિશામાં તે આગળ પણ વધી. તેની તે જડતા, તુમારશાહી અને બગાડ ચાલુ રહ્યાં. યુદ્ધકાળ પછી ફ્રાંસ તથા ઇંગ્લંડ પોતાનાં અંદાજપત્રો કસી-કસીને ઘડવા લાગ્યાં હતાં અને બધા બિનજરૂરી ખરચો પર કાપ મૂકવા લાગ્યાં હતાં, પણ ભારત સરકાર તો નવી આવેલી સ્વતંત્રતાના હર્ષોન્માદમાં ચકચૂર બનીને એથી ઊલટુ ં જ આચરણ કરી રહી હતી. ગાંધીજીએ પોતાના એક પત્રમાં પંડિત નેહરુને લખ્યું, “આપણે બ્રિટિશરોનું ઉડાઉપણું અપનાવી રહ્યા છીએ. આપણા દેશને એ પાલવી શકે એમ નથી.” થોડા દિવસ બાદ તેમણે ફરીથી લખ્યું, “મને લાગે છે કે, વાઇસરૉયને વધુ સાદા મકાનમાં રહે વાને [ ઑગસ્ટ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


જવા દેવા જોઈએ અને આજના મહે લનો વધારે સારો ઉપયોગ કરવો જોઈએ.” પંડિત નેહરુ એ બાબતમાં સંમત થયા. માઉન્ટબૅટન પણ એમ કરવાને તૈયાર હતા, એટલું જ નહીં પણ તત્પર હતા. ગાંધીજીએ માઉન્ટબૅટનને લખ્યું : “રાષ્ટ્રના અર્ધભૂખમરો વેઠતા કરોડો ગ્રામવાસીઓના પસંદ કરવામાં આવેલા ગવર્નર-જનરલ તરીકે, એક સાદા મકાનમાં જઈને રહે વાની તમારી ઇચ્છાની હં ુ ઊંડી કદર કરું છુ ,ં એ મારે જણાવવું જોઈએ. તમારી ઇચ્છા અમલમાં મૂકી શકાશે એવી મને આશા છે.” પરં તુ એ જ દિવસે લખાયેલા એક પત્રમાં પંડિત નેહરુએ ખુલાસો કર્યો : “અમે કામમાં આટલા બધા રોકાયેલા છીએ એ વખતે યોગ્ય રહે ઠાણ ખોળવાની તેમ જ એ ફે રફાર માટેની વ્યવસ્થા કરવાની મુશ્કેલી” આડે આવે છે. પણ એનું એકમાત્ર એ જ કારણ ન હોઈ શકે, કેમ કે, ગવર્નર-જનરલને પદે એક હિં દવાસીની સ્થાપના કરવામાં આવી ત્યારે પણ તેમના નિવાસસ્થાનમાં કે તેના ઠાઠમાઠમાં કશો ફે રફાર કરવામાં આવ્યો નહીં. અરે , આપણને એમ પણ કહે વામાં આવે છે કે, સરકારી ગૃહમાં જાળવવામાં આવતું ધોરણ પરદેશી રાજદૂતો “ઊણું’ લેખે છે. આથી ગાંધીજી નિરાશ તો થયા પરં તુ પોતાની નિરાશામાંથીયે તેમણે “સારાશ જ તારવી.” દિલ્હી જ્યારે કબ્રસ્તાન સમું બની ગયું હતું તે અતિશય ઉશ્કેરાટના દિવસોમાં ગવર્નર-જનરલ સાથેની તેમની મુલાકાત દરમિયાન ગાંધીજીને જણાવવામાં આવ્યું કે, સરકારી ગૃહ ઇમર્જન્સી કમિટીની બેઠક માટે એક શાંત સ્થળ પૂરું પાડે છે. અહીં આગળ બેસીને એ કમિટી રમખાણો અને મહોલ્લાઓના કોલાહલથી દૂર રહીને શાંતપણે પોતાની વિચારણા કરી શકે છે. માઉન્ટબૅટને અગાઉ આપેલી સલાહ યાદ કરીને, ગાંધીજીએ તેમને કહ્યું : “તમે આથી નાના મકાનમાં શાને ન ગયા, એ વાત જવા દો. नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૮]

યુદ્ધકાળ પછી ફ્રાંસ તથા ઇંગ્લંડ પોતાનાં અંદાજપત્રો કસી-કસીને ઘડવા લાગ્યાં હતાં અને બધા બિનજરૂરી ખરચો પર કાપ મૂકવા લાગ્યાં હતાં, પણ ભારત સરકાર તો નવી આવેલી સ્વતંત્રતાના હર્ષોન્માદમાં ચકચૂર બનીને એથી ઊલટું જ આચરણ કરી રહી હતી

આ સ્થળની અક્ષુબ્ધ શાંતિમાં હં ુ ઇમર્જન્સી કમિટીને કામ કરતી જોઉં છુ ં ત્યારે ત્યારે મને મનમાં થાય છે કે, આપણા સૌના કરતાં ઈશ્વર જ કદાચ વધારે શાણો છે. કારણ કે, ઇમર્જન્સી કમિટીની બેઠક, ડહાપણભર્યા નિર્ણયો યોગ્ય વાતાવરણમાં લઈ શકાય એવે સ્થળે મળે એ જ ઉચિત છે.” ઈશ્વરના શાણપણનું સમર્થન કરવા માટે એ વસ્તુ બરાબર હતી, કારણ કે, ઈશ્વરનું શાણપણ તો માણસોની ભૂલોનો પણ સારો ઉપયોગ કરે છે. પરં તુ એ વસ્તુ, માણસનાં આચરણનું સમર્થન કરી શકતી નથી અથવા જ ે તત્ત્વતઃ સદોષ હોય તેને નિર્દોષ બનાવી શકતી નથી. કરોડો લોકો જ્યારે પારાવાર વિટંબણાઓ સહી રહ્યા હતા ત્યારે અનિયંત્રિત વહીવટી બગાડ અને લખલૂટ ખરચ ગાંધીજી બેચેન બનીને નિહાળી રહ્યા હતા અને તેમની એ બેચેની ઉત્તરોત્તર વધતી જ ગઈ. કશું જ તેમની ચકોર નજરની બહાર રહી શકતું નહોતું —પરદેશોમાંની એલચી કચેરીઓનો ખરચ; પ્રધાનોના નિવાસસ્થાનમાં લાવવામાં આવતું ફર્નિચર; પરદેશનાં પાટનગરોમાં રાષ્ટ્રના પ્રતિનિધિઓની રહે ણીકરણી, વગેરે વગેરે. વખતોવખત તેઓ 237


આઝાદીના થોડા માસ અગાઉ એપ્રિલ-1947ની તસવીર, ‘ધ એશિયન રિલેશનશિપ કૉન્ફરન્સ’ નવી દિલ્હી

ચેતવણી આપતા રહ્યા. પરદેશમાંના આપણા એક એલચીને તેમણે લખ્યું : “તમારે વિશે મારી પાસે આવતી ખબરો દર્શાવે છે કે, હિં દ તમારી પાસેથી અપેક્ષા રાખે એવું જીવન તમે જીવતા નથી. આ વાત ખરી છે?” ૧૯૪૭ના ઉનાળામાં તેમણે દિલ્હીમાં એક મિત્રને કહ્યું હતું કે, સઘળા પ્રધાનો સ્વેચ્છાએ સાદાઈનો આદર્શ અપનાવે તો તેઓ આખી દુનિયાને મંત્રમુગ્ધ કરશે અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી શકશે. પછીથી પ્રજાનો એ વિશ્વાસ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ડગાવી શકશે નહીં કે તેનો નાશ કરી શકશે નહીં. પણ એને બદલે, તેમના ગવર્નરો તથા પ્રધાનોને તો મહે લ જ ેવાં મકાનો જોઈએ, અંગરક્ષકોની મોટી પલટણ જોઈએ તથા ભભકાદાર કપડાં પહે રેલા બરદાસીઓ જોઈએ. ભોજનના મેળાવડાઓને ગવર્નરપદની નીતિરીતિના એક મહત્ત્વના અંગ તરીકે લેખવામાં આવે છે. “આ બધું હં ુ કેમે કરીને સમજી જ શકતો નથી. દેશની પ્રતિષ્ઠાને માટે વધારે હાનિકારક શું છે—હિં દના અગણિત પ્રજાજનોને પડતા અન્ન, વસ્ત્ર તથા રહે ઠાણના સાંસા, કે આપણા પ્રધાનો તેમ જ ગવર્નરો તેમની આસપાસની પરિસ્થિતિ સાથે જ ેનો મેળ ન 238

હોય એવાં ભારે ખરચાળ અને ભપકાદાર મકાનોને બદલે સાદાં અને નાનકડાં મકાનોમાં સાદાઈથી રહે તે?” તેમણે વધુમાં જણાવ્યું કે, મારું ચાલે તો, “પ્રજા જ્યારે ખોરાકની કારમી અછત વેઠી રહી છે એવે સમયે” સરકારી ગૃહોના ભોજનના મેળાવડાઓ તત્કાળ બંધ કરી દઉં. હં ુ પ્રધાનોને રહે વા માટે સાદાં નાનકડાં ઘરો આપું, પણ કૉંગ્રેસી ગવર્નરો કે પ્રધાનોને સશસ્ત્ર અંગરક્ષકો ન આપું. “તેઓ નીતિ તરીકે અહિં સાને વરે લા છે. અને એને પરિણામે તેમના પૈકી કેટલાકને મારી નાખવામાં આવે, તેની પણ હં ુ પરવા ન કરું.” હરિજન માં તેમણે લખ્યું : હિં દી ગવર્નર દારૂ વગેરે કેફી પીણાંથી સર્વથા મુક્ત હોય. તેની આસપાસનું વાતાવરણ પણ તેવું જ ચોખ્ખું હોય. એ વિના માણસના કાળજાને બાળીને ખાખ કરનારા એ તેજાબ જ ેવા પીણાંના નિષેધનો ખ્યાલ સરખો પણ કરવો નકામો છે.  હિં દની કરોડોની મૂક આમજનતા સાથેની એકતાની, પોતાના ઉદરપોષણ માટે હરે ક માણસે જાતે શરીરશ્રમ કરવો જોઈએ એ સિદ્ધાંતની, અને આજનો સમાજ જ ેના પાયા ઉપર રચાયેલો જણાય છે તે સંગઠિત હિં સાને [ ઑગસ્ટ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સ્થાને સંગઠિત અહિં સાની પ્રત્યક્ષ નિશાની રૂપે, તેના પોતાનામાં અને આસપાસના વાતાવરણમાં હાથકંતામણ મૂર્તિમંત થવું જોઈએ.  તેણે જ્યાં સૌ કોઈ છૂટથી આવી શકે એવા ઝૂંપડામાં રહે વું જોઈએ. જોકે તે દક્ષતાપૂર્વક કામ કરી શકે એ માટે જતા આવતા લોકોની નજર ન પડે એ પ્રમાણે તેનું રક્ષણ થવું જોઈએ. બ્રિટિશ અમલ દરમિયાન આવી ગયેલા બ્રિટિશ ગવર્નરો સ્વાભાવિક રીતે જ બ્રિટનની તાકાતના પ્રતિનિધિ હતા. તેમને માટે તથા તેમના માણસો માટે કિલ્લેબંધીવાળું રહે ઠાણ રાખવામાં આવતું હતું. એ રહે ઠાણ, તે પોતે તથા તેના સામ્રાજ્યને ટકાવી રાખનારા તેના દાસ જ ેવા બીજા અનેક માણસો રહી શકે એવો મહે લ હતો. રાજવહીવટનું એ જ કામ કરનારો હિં દી ગવર્નર પરદેશોમાંથી આવતા એલચીઓ તથા રાજાઓને આવકારવા માટે ભલે કંઈક ભપકાદાર મકાનો વાપરે . પરં તુ હિં દી ગવર્નરના મહે માન થવાથી એ મુલાકાતીઓને સમાજના અદનામાં અદના માણસને પણ સૌથી ચડિયાતા માણસના જ ેટલો જ હક છે, એ સિદ્ધાંતનો, એટલે કે, સમાનતાના સિદ્ધાંતનો પ્રત્યક્ષ પાઠ મળવો જોઈએ. તેથી તેણે દેશી કે પરદેશી મોંઘાં ફર્નિચર કે ઘરવખરીનાં એવાં બીજાં સાધનો વસાવવાનાં હોય નહીં. કેવળ પોતાના પ્રવેશદ્વારને શણગારવાને તેને મથાળે લખેલું નહીં, પણ રોજિંદા જીવનમાં આચરવાનું “સાદું જીવન અને ઉચ્ચ વિચાર”નું સૂત્ર તેનો ધ્યાનમંત્ર હોય.  તેના દિલમાં કોઈ પણ સ્વરૂપે અસ્પૃશ્યતાની, ન્યાતજાત, ધર્મ કે રં ગના ભેદની ભાવના ન હોય. તેના આચરણ તથા વહે વારમાંથી સર્વ ધર્મનાં અને પશ્ચિમની તેમ જ પૂર્વની સંસ્કૃતિનાં ઉત્તમોત્તમ તત્ત્વોનું પ્રતિબિંબ ઊઠતું હોય. नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૮]

હિં દનો નાગરિક હોવાને કારણે જ તે વિશ્વનાગરિક પણ હોય… મેં જોયું કે, ઈટનની હાઈસ્કૂલના આચાર્ય અમીરઉમરાવો તથા વિલાયતના ગર્ભશ્રીમંતોના દીકરાઓની વચ્ચે રહે તા હતા છતાં, એવી જ સાદાઈથી રહે તા હતા. તો પછી ભૂખે મરતી કરોડોની વસ્તીવાળા હિં દના ગવર્નરો પાસેથી એથી ઓછી અપેક્ષા કેવી રીતે રાખી શકાય?…  આપણે એવી આશા રાખીએ કે, હિં દી પ્રજાનો રાજવહીવટ ચલાવનારા પ્રતિનિધિઓએ જ ે બ્રિટિશ પ્રજાજનોને ગવર્નરો તરીકે પસંદ કર્યા છે અને જ ેમણે હિં દ અને તેની કરોડોની વસ્તીની વફાદારીથી સેવા કરવાના સોગંદ લીધા છે તે બધા પણ, હિં દી ગવર્નર પાસેથી જ ે પ્રકારના જીવન અથવા આચારવિચાર અને રહે ણીકરણીની અપેક્ષા રખાય એવા જ આચારવિચાર, તેવી જ રહે ણીકરણી અને તેવું જ જીવન રાખવાની બની શકે તેટલી કોશિશ કરશે. એ રીતે એ લોકો પોતાના દેશ પાસેથી હિં દને અને દુનિયાને મેળવવા જ ેવાં જ ે ઉત્તમોત્તમ તત્ત્વો છે તે આપી શકશે. કૉંગ્રેસના આગેવાનો તેમના સમયમાં લડવૈયાઓ હતા. પરં તુ તેઓ હોદ્દા પર આવ્યા ત્યારે તેમને રાજવહીવટનો અનુભવ નહોતો. ખાસ કરીને, ટોચ ઉપર તેજસ્વી અપવાદો હતા. તેમણે કેવળ પોતાની બહુવિધ પ્રતિભા દ્વારા રાજવહીવટની તાલીમની તેમની અગાઉની ઊણપ ભરી કાઢી હતી. પણ એકંદરે જોતાં, કૉંગ્રેસીઓએ હોદ્દા ધારણ કર્યા ત્યારે , તેમને માટે એ કામ નવું હતું. એ પરિસ્થિતિમાં, અંધેર અને અવ્યવસ્થા ન થવા પામી એ એકમાત્ર બ્રિટિશરોએ ઊભા કરે લા વહીવટી તંત્રને આભારી હતું. તેઓ બ્રિટિશરોએ તાલીમ આપીને તૈયાર કરે લા નોકરવર્ગ પર, સેક્રેટરીઓ, ખાતાના વડાઓ 239


વગેરે પર, ઘણે અંશે આધાર રાખવા લાગ્યા અને તેમના ભારે પ્રશંસકો બન્યા. કેટલાક તો વળી તેમની નીતિરીતિની નકલ પણ કરવા લાગ્યા અને પોતાના અગાઉના સાથીઓ, લોકસેવકો, તેમના અમલદારોની કશી પણ ટીકા કરે તે તેમનાથી સહી જતી નહોતી. આમ પ્રજાકીય પ્રધાનો અને લોકસેવકો વચ્ચે અંતર પેદા થવા લાગ્યું. અગાઉનું વહીવટી તંત્ર જ ેમનું તેમ ચાલુ રાખવા માટે હિં દને આ કિંમત ચૂકવવી પડી. એને કારણે સત્તાની ફે રફારી સરળપણે થઈ શકી અને દેશ તાત્પૂરતી અસ્તવ્યસ્તતાની સ્થિતિમાંથી, કદાચ અંધાધૂંધીમાંથી બચી ગયો. પણ એ વસ્તુએ પુરાણી રાજ્યપદ્ધતિની વેદના લાંબા વખત સુધી ચાલુ રાખી. ભૂતકાળ સાથેનો સંબંધ સંપૂર્ણપણે તોડી નાખીને પાયામાંથી નવા ચણતરનો આરં ભ કરવો એ એનો વિકલ્પ હતો. પરં તુ સ્વાતંત્ર્ય અગાઉ અને તે પછી થવા પામેલાં રમખાણો અને ભીષણ ઉત્પાતોએ એ કરવા માટે સમય જ રહે વા દીધો નહીં. ભગીરથ પુરુષાર્થ દ્વારા તેઓ જો કંઈ કરી શક્યા તો તે એટલું જ કે, તેમને તથા રાજ્યના નાવને ડુબાવી

દેશે કે શું, એવા અરાજકતાના પ્રબળ ઘોડાપૂરના ધસારા સામે તેઓ અડગ રહ્યા અને પોતાનું સમતોલપણું જાળવી શક્યા. વિદ્વતા અને બૌદ્ધિક પ્રતિભા, દેશભક્તિ તથા સેવાની ભાવનાની દૃષ્ટિથી જોતાં, વ્યક્તિગત રીતે સરકારી નોકરો કદાચ કોઈનાથીયે પાછા ન પડે. તેમના વર્ગની વિશિષ્ટ દૃષ્ટિ અને ખાસિયત તેઓ દર્શાવતા હતા, એ કંઈ તેમનો દોષ નહોતો. પણ તેમની અને પ્રજાની વચ્ચે ભયંકર અંતર પડેલું હતું. હિં દનાં ગામડાંમાં વસતા કરોડો લોકોની જીવનદૃષ્ટિ તથા રહે ણીકરણીથી તેઓ અપરિચિત હતા, સંભવ છે કે, એને વિશે તેમને સહાનુભૂતિ પણ ન હોય. તેઓ નોકરશાહીના અંગભૂત હતા અને એ રીતે જ તેઓ કાર્ય કરી શકતા હતા. રોજિંદો રાજવહીવટ ચલાવવામાં તેઓ પાવરધા હતા, પણ તેમની એ લાયકાત પાયામાંથી લોકશાહીનું ચણતર કરવા માટે ઉપયોગી નહોતી. [નવસ્વતંત્ર્ય થયેલા દેશમાં ગાંધીજીના સ્વરાજના સ્વપ્નને સાકાર કરી શકાયું હતું કે કેમ, તેનો વધુ ચિતાર આવતાં અંકમાં…] 

ગાંધીજીનાં સત્યાગ્રહ-સર્વોદય-સ્વરાજ સંબંધિત પુસ્તકોની યાદી અહિં સાનો પહે લો પ્રયોગ

_ 50.00 આપણે સૌ એક પિતાનાં સંતાન _30.00 સત્યના પ્રયોગો અથવા આત્મકથા (કાચું પૂંઠુ)ં _50.00 સત્યના પ્રયોગો અથવા આત્મકથા (ડિલક્સ) _200.00

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ _90.00

એક સત્યવીરની કથા અથવા સાૅક્રેટિસનો બચાવ _15.00

લોકશાહી—સાચી અને ભ્રામક _15.00

ગ્રામસ્વરાજ _50.00

સર્વોદય દર્શન _40.00

ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા _40.00 ગાંધીજીનું જીવન એમના જ શબ્દોમાં _20.00 ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ 240

_10.00

મારા સ્વપ્નનું ભારત _80.00 મંગળપ્રભાત _10.00 રચનાત્મક કાર્યક્રમ _15.00 સર્વોદય _10.00 હિં દ સ્વરાજ _30.00 હિં દ સ્વરાજ – હસ્તાક્ષર (હાથકાગળ) _2000.00 હિં દ સ્વરાજ – હસ્તાક્ષર (મૅપલીથો) _600.00 [ ઑગસ્ટ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ભવિષ્યના ભારતના નિર્માણની પ્રેરણા આપતું પુસ્તક : મારા સ્વપ્નનું ભારત અંગ્રેજી

પુસ્તક INDIA OF MY DREAMS  ની બીજી આવૃત્તિને આધારે તૈયાર થયેલું ગુજરાતી પુસ્તક મારા સ્વપ્નનું ભારત ગુજરાતી ભાષીઓને ગાંધીજીનાં આશા-અરમાનોથી પરિચિત કરે છે. ૭૫ લેખ (પ્રકીર્ણ સાથે) અને સૂચિને ૩૦૮ પૃષ્ઠોમાં સમાવતું આ પુસ્તક ભારતીય સમાજનાં લગભગ તમામ પાસાંઓને આવરી લે છે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજ ેન્દ્રપ્રસાદનો ઉપોદ્ઘાત પ્રાપ્ત આ પુસ્તક સ્વતંત્રતા પૂર્વેના સમાજનું ચિત્રણ અને તેનું દર્શન—બંને કરાવે છે. સાથે આજની ભારતીય પેઢી માટે આવશ્યક એવું વૈશ્વિક માનવ બનવા માટેનું ભાથું પણ પૂરું પાડે છે. ભારતમાં પાંસઠ ટકાથી વધુ વસ્તી ગામડાંઓમાં વસે છે અને સ્વતંત્રતાના દાયકાઓ બાદ આજ ે પણ ગ્રામવિસ્તારો સામાજિક-આર્થિક સમસ્યાઓથી પીડાય છે. ગામડાંને પલટવાની વાતો અને યોજનાઓથી કોણ અજાણ છે? પરં તુ ગાંધીને હૈ યે વસેલું ગ્રામ સ્વરાજ અને તેને પામવાની રીત આજ ે દોહરાવવી રહી. બીજી ઑગસ્ટ, ૧૯૪૨ હરિજનબંધુમાંથી પુસ્તકમાં મૂકેલો એક અંશ સમાજકાર્યના વિદ્યાર્થીઓ અને કાર્યકરો માટે આજ ે રાહ ચીંધે છે. ‘સાચી લોકશાહી અને ગ્રામજીવનનો આશક જો એક ગામ પકડીને તેના જ ઘડતરને પોતાની સર્વ સૃષ્ટિ અને સમગ્ર કાર્ય ગણીને બેસી જાય તો તેને સારાં પરિણામો મળી શકશે. તેણે શરૂઆત ગામનાં મારા સ્વપ્નનું ભારત લેૹ ગાંધીજી સંકલન : આર. કે. પ્રભુ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1963માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું તેરમું પુનર્મુદ્રણ ૹ 2016 ISBNૹ 978-81-7229-006-1 પેપરબેક સાઇઝૹ 5 "×7" પાનાંૹ 8+328 • ૱ 80

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૮]

પુસ્તક પરિચય

ભંગી, કાંતણ-શિક્ષક, ચોકિયાત, વૈદ અને શાળા-શિક્ષક એ બધાનાં કાર્યો એકીસાથે આરં ભીને કરવી જોઈએ. એની સાથે તરત કોઈ ન જોડાય તો ગામનું ભંગીકામ અને કાંતણ કરતા રહીને તે સંતોષ મેળવશે.’ ગાંધીનું સમાજદર્શન સમાજશાસ્ત્રનાં અર્થસભર નિરીક્ષણોથી અનેક ડગલાં આગળ જાય છે. તેનું કારણ એ છે કે ગાંધીજી સમાજનાં અનેકવિધ પાસાંઓને સાંકળી ભારતની કલ્પના કરે છે. સર્વાંગી રીતે ભારત સમજવા તેઓ મહિલાઓ, બાળકો, જ્ઞાતિ, અસ્પૃશ્યતા, ધર્મ, ગ્રામજીવન વગેરેને જોડે છે. એટલું જ નહીં તેઓ સમાજ પરિવર્તનનું આહ્વાન કરે છે અને તેના માટે મથે પણ છે. તેમની આ મથામણની સીધી અસર લોકમત પર થાય એ ગાંધીનો પ્રભાવ હતો. પુસ્તકના પ્રથમ પ્રકરણમાં આ ભાવના સુપેરે વ્યક્ત થાય છે. ‘ભારતની દરે ક વસ્તુ મને આકર્ષે છે. ઊંચીમાં ઊંચી મહત્ત્વાકાંક્ષા રાખનાર માણસને જોઈએ તે બધું ભારત પાસે છે.’ (યંગ ઇન્ડિયા ૧-૨-૨૯) અને ‘ભારત સ્વભાવે કર્મભૂમિ છે. ભોગભૂમિ નથી.’ (યંગ ઇન્ડિયા ૫-૨-૨૫) એ મહત્ત્વનું છે કે આ લખાણ ગઈ સદીના ત્રીજા દાયકાનું છે. ભારત સાથે દિલનો નાતો જોડનાર ગાંધીજી ભારતની અનેક સમસ્યાઓમાં ઊંડી સમજ ધરાવે છે અને સાથે આ પૌરાણિક દેશની અમાનવીય પરં પરાઓનો વિરોધ પણ કરે છે. આજ ે જ્યારે દેશભક્તિ કોને કહે વાય તેના સર્ટિફિકેટ આપવાની હોડ લાગી છે ત્યારે મારા સ્વપ્નનું ભારત વાંચનારને સમજાઈ જશે કે ખરું ભારત શું છે. દેશભક્તિ માત્ર ભક્તિ નહીં ભેદભાવ, શોષણ અને અન્યાય સામે લડવાની લગની પણ દર્શાવે છે. એ ગાંધીજીના સપનાનું ભારત છે. ગૌરાંગ જાની Email : gaurang_jani@hotmail.com 241


“સ્વાતંત્ર્યનાં મૂલ્યો સમાજને સ્તરે સર્વાંગી ધોરણે આગળ વધારવાનો છે” મણિલાલ એમ. પટેલ દેશની સ્વાતંત્ર્ય-ચળવળનો કાળ સહે જ ેય એક આખી સદી જ ેટલો લાંબો છે. જ ેમાં અસંખ્ય નાની-મોટી ઘટનાઓ સમાયેલી છે. આ લાંબા કાળ વિશે દેશના તેમ જ વિદેશના લેખકોએ ખૂબ લખ્યું છે અને હજુ ય તેના વિશે લખાઈ રહ્યું છે. જોકે આ બધું જ લખાણ ઇતિહાસના અનેક સંદર્ભો સાથે અતિ વિસ્તૃત હોઈ ઘણી વાર જનસામાન્યની પહોંચની બહાર રહે છે. પરં તુ જ્યારે કોઈ કર્મશીલ અને પ્રજાના પ્રશ્નો વિશે વ્યાપક રીતે વિચારનાર અને લખનાર સ્વાતંત્ર્ય-ચળવળ અને એ સમય દરમિયાન આકાર પામેલી ઘટનાઓ વિશે બોલે છે, ત્યારે તે ખૂબ સ્પષ્ટતાથી આપણને સમજાય છે. આઝાદીની સ્વર્ણિમ જયંતી નિમિત્તે ગ્રામગર્જના ના તંત્રી મણિલાલ એમ. પટેલે ગાંધીવાદી, વરિષ્ઠ પત્રકાર અને કર્મશીલ પ્રકાશ ન. શાહની આ જ સંદર્ભે મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં પ્રકાશ ન. શાહે બહુ સ્પષ્ટતાથી સ્વાતંત્ર્ય-ચળવળની વિવિધ ઘટનાઓ, તત્કાલિન રાજકીય પરિસ્થિતિ અને ભવિષ્યમાં તેની પડનારી અસરો વિશે વાત કરી હતી. આ મુલાકાત ગ્રામગર્જના આઝાદી વિશેષાંક(ઑગષ્ટ, 1997)માં પ્રકાશિત થઈ હતી. આજ ે એ મુલાકાત એટલી જ પ્રસ્તુત અને રસપ્રદ ભાસે છે. એ મુલાકાતના સંપાદીત અંશો…

આપણી આઝાદીની લડત શરૂ ક્યારથી થઈ ગણાય? 1857ના બળવાને શરૂઆત ગણાવી શકાય? 1857માં દેખીતી મર્યાદાઓની વચ્ચે પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ કહે વાય એવો એક સશસ્ત્ર પ્રયાસ જરૂર થયો. બહાદુરશાહ જફર, નાનાસાહે બ પેશ્વા, તાત્યા ટોપે, ઝાંસીની રાણી વગેરેને તેના મુખ્ય આગેવાનો ગણાવી શકાય. આ બળવાને અંગ્રેજી રાજ્ય સામેનો મુકાબલો એવું નામ આપી શકાય. એનાથી ભવિષ્યની લડત માટેનું એક ભાથું પણ જરૂર મળ્યું. પણ અંતે તો તેને એક સામંતશાહી 242

ઉન્મેષ જ ગણાવી શકાય, તેમાં સ્વરાજની કોઈ સમજ પ્રગટી ન હતી. સ્વરાજ કે લોકશાહીનાં મૂલ્યો સત્તાવનના આગેવાનોને સમજાયાં હશે કે કેમ તે એક સવાલ છે. તો પછી સ્વાતંત્ર્યસંગ્રામ ક્યારથી શરૂ ગણાય? બંગભંગની ચળવળ અને તે પૂર્વે કૉંગ્રેસની સ્થાપનાથી નવા સંદર્ભમાં કંઈક શરૂઆત થઈ કહે વાય. જોકે 1857 પછી પણ લંડનમાં બળવાની 50 વર્ષની ઉજવણી સાવરકરના વિશેષ પ્રયાસથી થયેલી અને તે નિઃશંક રોમહર્ષક ઘટના હતી. પણ મેં આગળ કહ્યું તેમ 1857 કે બંગભંગ અને કૉંગ્રેસની સ્થાપના સમયે અને તે પછીનાં ઘણાં વર્ષો લગી વાત પૂર્ણ સ્વરાજના સંકલ્પ લગી પહોંચી નહોતી. 1920-21માં ગાંધીજીના નેતૃત્વમાં અસહકાર પોકારાયો એ સિંહઘટના હતી, અને પૂર્ણ સ્વરાજ અગર મુકમ્મલ આઝાદીનો ઠરાવ લાહોર અધિવેશનમાં થયો એ તો છેક 1929ની સાલમાં. એનો અર્થ શું એમ કરવો કે ગાંધીજીના ભારત આવ્યા પછી જ ખરે ખર લડત શરૂ થઈ ગણાય? [ ઑગસ્ટ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


એ પણ જણાવી શકો કે ગાંધીજીના આવ્યા પહે લાં કંઈ લડત જ ેવું ચાલતું હતું ખરું કે નહીં? બંગભંગની ચળવળથી લાલ, પાલ અને બાલ એટલે લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ અને બાલ ગંગાધર તિલકની ત્રિપુટી દેશમાં ગાજતી થઈ. જહાલ વાતાવરણની શરૂઆત થઈ. આમ, બંગભંગ અને તે પછીનો ગાળો રાષ્ટ્રીય જાગૃતિ અને જુ વાળનો ગણાવી શકાય. સામાન્ય માણસની સલામતીના પ્રશ્ને કહો કે કાયદો ને વ્યવસ્થાના સંદર્ભમાં – લાંબો સમય અંગ્રેજ શાસન માટે એક પ્રકારે કૂ ણી લાગણી કે અહે સાનનો ભાવ હતો. તેથી તમામ લડતનું વલણ પ્રાર્થના, અરજી અને વિરોધનોંધ પ્રકારનું હતું. પ્રે, પિટિશન એન્ડ પ્રોટેસ્ટ એથી વધુ કંઈ નહીં. 1857 જો વિપ્લવનું તો મુંબઈ યુનિવર્સિટીની સ્થાપનાનું પણ વર્ષ હતું. આ સમયે નવી પેઢીના યુવકોમાં હળવા-મળવા અને ચર્ચા કરવાનું શરૂ થયું. અંગ્રેજ શાસનમાં પણ ઉદાર મતવાળા અમલદારો હતા અને વધુ આવવા લાગ્યા. હ્યુમે પણ કૉંગ્રેસની સ્થાપનામાં જ ે રસ લીધો તેની પાછળનો હે તુ પ્રજા પોતાની ફરિયાદો વ્યક્ત કરી શકે અને સરકાર તેનાથી વાકેફ રહી શકે એ હતો. લાલ-પાલ-બાલે કે અરવિંદ ઘોષે જહાલ વાતાવરણ સર્જ્યું. લોકમાન્યે તેલી ને તંબોળીના નેતાનું આળ વહોરીને પણ સામાન્ય પ્રજાને રાજકીય ચળવળમાં આણવાના પ્રયાસ શરૂ કર્યા. મુંબઈમાં મજૂ રોની હડતાલ પણ કરાવી, જ ેની નોંધ રૂસી ક્રાંતિકારી नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૮]

લેનિને પણ લીધી હતી. ગોખલે - આગરકર વગેરે સમાજસુધારા દ્વારા ચળવળ તરફ માનવાવાળા હતા. ગાંધીજી ભારતમાં આવ્યા તે પહે લાં ગોખલે આફ્રિકા પણ ગયા અને તેમનું ત્યાં કામ જોયું અને કહ્યું કે ઈશ્વરનો કોઈ માણસ આ ધરતી પર આવ્યો હોય તો તે ગાંધી છે. કૉંગ્રેસના મંચ પરથી ‘સ્વરાજ' શબ્દનો પહે લો પ્રયોગ 1906ના કલકત્તા અધિવેશનના પ્રમુખસ્થાનેથી દાદાભાઈ નવરોજીએ કર્યો. ગાંધીજી ભારતમાં આવ્યા પહે લાં આમ ભોંય તૈયાર થવા લાગી હતી. બસ, આવામાં 1915માં ગાંધીજી ભારત આવે છે. પણ તરત ક્યાંય રાજકીય રીતે સીધા સક્રિય થતા નથી. બધે ફરે છે અને જુ એ છે. બધાને મળે છે. જાણે છે. સમજ ે છે. ગાંધીજીના આગમનના ગાળામાં ગોખલેનું અવસાન થયું. હોમ રૂલ લીગવાળાં એની બેસન્ટની ધરપકડ થઈ અને મુંબઈમાં તેનો વિરોધ-ઠરાવ કરવા સભા ભરવા યુવકો ગાંધીજી પાસે આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, માત્ર ઠરાવ કરવાનો હોય તો મને રસ નથી. કંઈક કરવાના હોય તો આવું. ગાંધીજીને 1915માં શાંતિનિકેતનમાં પહે લ પ્રથમ મળેલા કૃ પાલાનીએ નોંધ્યું છે કે, હં ુ મળ્યો ત્યારે તેઓ ન હતા મહાત્મા કે હં ુ ન હતો આચાર્ય. પણ મેં તેમનામાં સમાજસુધારકની સક્રિયતા અને રાજકીય પ્રતિકારનું સંકલ્પબળ બંને જોયાં. આમ ગોખલે અને તિલક બંનેની વિચારધારાનો સમન્વય ગાંધીમાં હતો એમ કહી શકાય. દાદા ધર્માધિકારીએ 243


સરસ સમજાવ્યું છે કે, ગાંધી કંઈ ગોખલે કે તિલકના વારસદાર નહોતા હા, ઉત્તરાધિકારી જરૂર હતા. પણ વાત આપણે કૃ પાલાનીની કરતા હતા. ગાંધીજીની અહિં સક લડતની વાતથી એ કંઈ આકર્ષાયા ન હતા. એમણે બદરુદ્દીન તૈયબજી મહં મદ નવાબ સૈયદ મહં મદ રહીમતુ લ્ લા સયાની કહ્યું હતું કે, અહિં સાથી ક્યાંય ક્રાંતિ થઈ કાર્યભૂમિકા એ બરની હતી કે સરોજિની નાયડુએ નથી એમ હં ુ ઇતિહાસના પ્રોફે સરને નાતે જાણું છુ .ં ગાંધીજીએ એ મતલબનું કહે લું કે, ઇતિહાસે તેમને હિં દુ-મુસ્લિમ એકતાના એલચી કહ્યા હતા. છેલ્લું પાનું લખી નાખ્યું નથી. પ્રોફે સર, તમે ઇતિહાસ મુંબઈની જનતાએ ચાલુ સદીના બીજા દસકામાં ભણાવો છો, હં ુ ઇતિહાસ સરજવાની વાત કરું છુ .ં ઝીણા હૉલ ખડો કરી એમની દેશસેવાને કૃ પાલાનીએ ગાંધીજીનું મૂલ્યાંકન કરતાં તારવ્યું હતું બિરદાવવાની તક ઝડપી હતી. પણ ઝીણા રાષ્ટ્રીય કે આ માણસને ગરીબો માટે લાગણી છે અને તખતે ચમક્યા તે પહે લાં પણ મુસ્લિમ આગેવાનો અભય છે. જ ે કહે છે તે કરવા મંડી પડશે, કોઈ તે વખતની મર્યાદામાં રહીનેય ચિત્રમાં તો આવતા જ હતા. 1887માં ત્રીજી કૉંગ્રેસના પ્રમુખ બદરુદ્દીન શું કહે શે એવી પરવા નહીં કરે . આમ, બંગભંગ પછી ચંપારણ સત્યાગ્રહ દ્વારા તૈયબજી હતા કે 1896ની બારમી કૉંગ્રેસના પ્રમુખ લોકચળવળ આવી. માસ પોલિટિક્સ, માસ મૂવમેન્ટ મહં મદ રહીમતુલ્લા સયાની હતા. (આજ ે તો જોકે આવ્યાં. લડતને પ્રજાનાં સુખદુઃખમાં ભાગ લેતી આ સયાની પરિવારની સ્મૃતિ રે ડિયો સિલોન અને કરવાનું ચંપારણથી ગાંધીજીના પ્રવેશથી શરૂ થયું. અમીન સયાનીમાં સમેટાઈ ગઈ છે.) 1913ની કૃ પાલાની કહે છે કે અમારી દેશભક્તિ એટલી કરાંચી કૉંગ્રેસના પ્રમુખ નવાબ સૈયદ મહં મદ હતા. પણ કૉંગ્રેસમાં ને રાષ્ટ્રીય ચળવળમાં મુસ્લિમોની પરિસીમિત હતી કે અમારા નાનકડા વર્તુળ ને નગરની બહાર થોડે દૂર લોકો કેમ રહે તા હતા, ભરતી ને ભાગીદારીનો અનેરો રં ગ જામ્યો તે એમનાં સુખદુઃખ શાં હતાં, એની અમને કશી ખબર લખનૌ પેક્ટ અને ખાસ તો ખિલાફતના દિવસોથી. નહોતી — જોકે અમે પોતાને દેશભક્ત કહે તા હતા. તુર્ક સ્તાનના સુલતાન દુનિયાભરના મુસ્લિમોના એક ગાંધીએ શીખવ્યું કે દેશને ચાહવો એટલે મૂંગી વગદાર સમૂહના ધાર્મિક નેતા ખલીફા કહે વાતા. તેમને પુનઃ સ્થાપિત કરવા માટે આપણે ત્યાં આમજનતાને ચાહવી. ઝીણા સહિત મુસ્લિમોનો આઝાદીની લડતમાં મુસ્લિમોમાં અવાજ ઊભો થયો ત્યારે ગાંધીજીએ એમનાં સુખદુઃખમાં સહભાગી થવાની સમજથી શું હિસ્સો હતો? ગાંધીજી દેશમાં આવ્યા ને સક્રિય બન્યા ત્યારે ટેકો આપ્યો. આ હિસ્સેદારી બંને પક્ષે આત્મીય પણ મહં મદ અલી ઝીણા એક તેજસ્વી બેરિસ્ટર આદાનપ્રદાનપૂર્વક એવી તો આગળ વધી કે ને નવોદિત નેતા તરીકે સુપ્રતિષ્ઠ હતા. એમની 1920ની કૉંગ્રેસમાં મુસ્લિમ પ્રતિનિધિઓની અભીપ્સા મુસ્લિમ ગોખલે બનવાની હતી. હાજરી અભૂતપૂર્વ કહી શકાય તેવી વિરાટ સંખ્યામાં મુસ્લિમોના હક બાબતે સભાનતા સાથેની એમની હતી અને આ કૉંગ્રેસે અસહકારનો ઠરાવ કરી 244

[ ઑગસ્ટ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીને અદ્વિતીય નેતા પદે મૂકી આપ્યા, એમાં નિર્ણાયક ટેકો એમનો બની રહ્યો. એનો અર્થ એ કે હવે ખરે ખરની લડત શરૂ થઈ? ખરે ખરની ને ખરાખરીની. તિલકે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એમ કહ્યું હતું – પણ એમાંયે અંગ્રેજ સામ્રાજ્યનો સ્વીકાર અભિપ્રેત તો હતો જ. ગાંધીજીનું આરં ભિક રાજકારણ પણ સામ્રાજ્યને સ્વીકારીને ચાલતું હતું. પણ અસહકાર પોકારાયો તે સાથે એ ખયાલ સરી પડ્યો અને આગળ ચાલતાં, ક્રમે ક્રમે, લાહોર કૉંગ્રેસ લગી પહોંચતા તો મુકમ્મલ આઝાદી (પૂર્ણ સ્વરાજ)નો ઠરાવ પણ થઈ ચૂક્યો હતો. તિલક ને એની બેસન્ટનું જહાલ મનાતું હોમ રૂલ લીગનું આંદોલન જ ે બંધારણીય ને સામ્રાજ્ય– સ્વીકારની મર્યાદામાં ચાલતું હતું તેનાથી આ ગુણાત્મક પલટો હતો. લડતનો દોર ગાંધીજીના હાથમાં આવ્યો એ પ્રક્રિયામાં બન્યું એવું કે કૉંગ્રેસના સંખ્યાબંધ જૂ ના નેતાઓ, ‘પ્રે, પિટિશન, પ્રોટેસ્ટ’ની પ્રણાલિકાથી બંધાયેલા હતા તે બાજુ એ મુકાઈ ગયા. એમનો બંધારણવાદ ગાંધીજીના બંધારણ બાહ્ય(એક્સ્ટ્રા પાર્લમેન્ટરી) સત્યાગ્રહી પ્રતિકારના મેળમાં નહોતો. તિલક મહારાજ જહાલ ગણાતા, પણ 1920ના ઑગસ્ટમાં એમણે શરીર છોડી દીધું હતું. તેઓ સંસારસુધારા બાબતે મોળા હતા, કંઈક જીર્ણમતને ચલાવી લેનારા હતા. એટલે એમના ગયા પછી એમના કેટલાક અનુયાયીઓએ ગાંધીના જહાલ રાજકારણ જોડે જવા કરતાં હિન્દુ મહાસભા જોડે જવું પસંદ કર્યું, એ કદાચ અનિવાર્ય હતું. બીજી બાજુ , ખિલાફત આંદોલને મુસ્લિમોમાં જ ે નેતૃત્વ આગળ કર્યું તે અંગ્રેજી શિક્ષણ પામેલા બૌદ્ધિકોનું નહીં, પણ ધર્મક્ષેત્રિય લોકોનું એટલે કે મુલ્લા-મૌલવી પ્રકારનું હતું. આ નેતૃત્વના ઉછાળા સાથે એક नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૮]

તબક્કે તો ઝીણા પણ જાહે ર જીવનમાં હાંસિયામાં મુકાઈ ગયા હતા. વાતમાં આપણે જરી આગળ નીકળી ગયા. વચમાં રોલેટ ઍક્ટ સામેની લડત, જલિયાંવાલા કાંડ વગેરેનીય નોંધ લેવી જોઈએ. પણ મારે તમને ખાસ તો એ કહે વું છે કે, અમદાવાદના મજૂ રોની લડત, ચંપારણના ગળી-ખેડૂતોની લડત, બારડોલીના ખેડૂતોની નાકરની લડત વગેરેનો જ ે દોર ચાલ્યો એમાં આઝાદીની લડતમાં વિવિધ પ્રજાવર્ગો સતત ઉમેરાતાં જતાં, સૌની અગર આમજનતાની લડત તરીકેનું સ્વરૂપ પકડતી ચાલી. આ લડતોમાં સાધનશુદ્ધિ, શાંતિમયતા વગેરે આગ્રહો રહે તા. અને આ મુદ્દે પ્રજાનું શીલ તૂટતું ત્યારે ગાંધીજી એમાં પોતાને પક્ષે ‘હિમાલય જ ેવડી મોટી ભૂલ’ જોતા ને ચૌરાચૌરીના બનાવથી આપણે જાણીએ છીએ તેમ લોકોના પક્ષે આચરાતી હિં સા સમયે સબળ આંદોલન પાછુ ં ખેંચતા ખચકાતા નહીં. શુદ્ધિનો એમનો આગ્રહ સાર્વત્રિક હતો એટલે એમાં સંસારસુધારાનાં પગલાં પણ આવી જતાં. અસ્પૃશ્યતાનિવારણ, કોમી એકતા, નશાબંધી વગેરેના આગ્રહ સાથે એમણે સ્વરાજની રાજકીય લડત અને સામાજિક સુધારણાની લડત બેઉ પર ભાર મૂક્યો. તમે એમ પણ કહી શકો કે હવે તિલક અને આગરકરના જુ દા અખાડા રહ્યા નહીં. વિગતોમાં કેટલો જઉં, પણ સપાટાબંધ થોડાં સીમાચિહ્નો ગણાવી જઉં તો 1930માં દાંડીકૂ ચ, તે પછી 1931માં કરાંચી કૉંગ્રેસમાં મૂળભૂત અધિકારોનો ઠરાવ, 1935ના બંધારણ મુજબ 1937માં પ્રાંતિક સ્વરાજને ધોરણે કેટલાક પ્રાંતોમાં કૉંગ્રેસ સરકારો રચાતાં વહીવટી ને ધારા સભાકીય કામગીરીનો અનુભવ – વગેરેનો ઉલ્લેખ કરી શકાય. તમે જાણો છો, 1939માં બીજુ ં વિશ્વયુદ્ધ શરૂ થયું. ગોરી સરકારે હિન્દી પ્રજાને પૂછ્યા વગર 245


પરબારી યુદ્ધયત્નમાં જોતરી દીધી. તેના વિરોધમાં કૉંગ્રેસની પ્રાંતિક સરકારોએ રાજીનામાં આપવાનું પસંદ કર્યું. અને પછી તો ક્વિટ ઇન્ડિયાના રોમહર્ષક દિવસો આવ્યા… એટલે કે 1942ની લડતને સ્વાતંત્ર્યની લડતનો છેલ્લો તબક્કો ગણાવી શકાય? 1942ના ઑગસ્ટમાં કૉંગ્રેસે ‘કરેં ગે યા મરેં ગે’ સાથે અંગ્રેજો હિં દ છોડો(ક્વિટ ઇન્ડિયા)નો ઠરાવ કર્યો. ગાંધીજીને અપેક્ષા હતી કે ઠરાવ થતાં અંગ્રેજ સરકાર તેમને વાટાઘાટો માટે બોલાવશે, પણ તેમના અનુમાનથી વિપરીત થયું અને ઠરાવ બાદ વાટાઘાટોને બદલે નેતાઓ અને કાર્યકર્તાઓની મોટે પાયે ધરપકડનો દોર સરકારે શરૂ કર્યો. આથી ગાંધીજી કે નેતાઓને લડતનું સ્વરૂપ કે આયોજન વિચારવાનો મોકો કે સમય મળ્યા જ નહીં. સરદારે કૉંગ્રેસમાં જાહે ર કર્યું જ હતું કે આ લડતમાં સૌ સૌના નેતા હશે ને કૉંગ્રેસના નેતાઓ જ ેલમાં હતા. આથી કૉંગ્રેસમાંના સમાજવાદી જૂ થના તરુણો જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, અરૂણા અસફ અલી અને ગુજરાતના 246

છોટુભાઈ પુરાણી જ ેવા બીજી હરોળના નેતાઓના હાથમાં સુકાન આવ્યું. અને ભૂગર્ભ લડત શરૂ થઈ. કોઈ આયોજનપૂર્વકની વ્યવસ્થિત લડત ન હોવા છતાં અસરકારક પ્રતિકારપૂર્વક જાગૃતિનો હે તુ સિદ્ધ થયો. 1946માં આઝાદીની વાત સ્વીકારાઈ પણ સ્વરૂપ નક્કી ન હતું. એટલે વચગાળાની સરકાર રચાઈ અને 1947માં 15મી ઑગસ્ટે આઝાદી મળી. આ અર્થમાં એટલે 1942ને આઝાદીની લડતનો આખરી તબક્કો જરૂર ગણાવી શકાય, પણ મારે તમને કહે વું જોઈએ કે ત્યાર પછી પણ ગાંધીજી એક વધુ લડત લડી લેવાના મૂડમાં હતા, કેમ કે દેશમાં આવનાર ભાગલા સહિતની સમસ્યાઓ તેઓ પામી ગયા હતા. સ્વાતંત્ર્યસંગ્રામમાં ક્રાંતિકારીઓની ભૂમિકા પર કંઈ પ્રકાશ પાડશો? કેવળ કોરીધાકોડ ઇતિહાસ-વિગત તરીકે જ નહીં પરં તુ જ ેમનાં બલિદાની વીરવ્રતથી આપણી આગલી પેઢીઓ રોમાંચિત રહી છે અને જ ેની સ્મૃતિઓ આપણે સારુ પ્રેરણાનું ભાથું બની રહે લ છે એ ક્રાંતિકારીઓની પણ એક લાંબી શૃંખલા છે કોને સંભારીએ, કોને ન સંભારીએ. [ ઑગસ્ટ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ભગતસિંહ તો અલબત્ત ગાજ ેલું નામ છે, વડી ધારાસભામાં બૉંબ ફેં કનાર તરીકે. પણ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મીના આ સુભટની બૌદ્ધિક સજ્જતા, વિચારધારાકીય સ્પષ્ટતા, એ તો વળી એક જુ દી જ ગાથા છે, ચાફે કર ભાઈઓ : દામોદર, બાલકૃ ષ્ણ અને વાસુદેવ સમાજપરિવર્તનની સમજમાં માર્ક્સવાદમાં કરે લો મુકામ, નિઃસંશય વરસોમાં ‘ડંડા ફોજ’ રચતા માલૂમ પડે છે. નાસ્તિકતા અને એવું બીજુ ં ઘણું સાંભરે છે. ગુજરાતમાં કૃ પાશંકર પંડિત વગેરે ચાલુ સદીની પણ ભગતસિંહને, ચંદ્રશેખર આઝાદને કે શરૂઆતનાં વરસોમાં બૉંબ પ્રયાસ સાથે સંકળાયેલાં, રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા વગેરેને ધન્યનામો પૈકી છે. રવિશંકર મહારાજને જાહે ર સંભારીએ તે પૂર્વે 19મી સદીમાંયે એક ઉપલક- જીવનમાં આણવામાં નિમિત્તરૂપ ગણી શકાય એવા ઊભડક નજર નાખીએ તો મહારાષ્ટ્રમાં વાસુદેવ મોહનલાલ પંડ્યા(ડુગ ં ળીચોર) પણ ક્રાંતિકારી બલવંત ફડકેથી માંડીને ચાફે કર ભાઈઓનું સ્મરણ પ્રવૃત્તિમાં પડેલા હતા. થયા વિના રહે તું નથી. પૂણેમાં પ્લેગ ફાટી નીકળ્યો એક મુદ્દો અહીં દોડતી કલમેય સ્પષ્ટ કરી લેવો ત્યારે નિર્દોષ જનતા પર જુ લમ ગુજારનાર રેં ડ ને જોઈએ. બૉંબ ને રિવોલ્વર વાટે કામ લેવાને હિસાબે આયર્સ્ટ એ બે ગોરા અફસરોને ચાફે કર ભાઈઓએ આપણે એમને સારુ ‘ક્રાંતિકાર’ એવી સંજ્ઞા પ્રયોજીએ ગોળીએ ઢાળી દીધા હતા. એનીયે પૂર્વે વાસુદેવ બળવંત છીએ અને તે રૂઢ થઈ છે. પરં તુ સશસ્ત્ર કે નિઃશસ્ત્ર ફડકેએ સશસ્ત્ર ઉઠાવ માટેના પ્રયાસો કર્યા હતા. પણ ક્રાંતિનો સમ્બન્ધ આમૂલ સમાજપરિવર્તન સાથે 19મી સદી પૂરી થાય છે તે જ વરસે ચિત્રમાં છે. શસ્ત્રસહાયને માટે પરદેશ જનાર તરુણ વિનાયક દામોદર સાવરકર આવે છે. નાસિકમાં નરે ન્દ્ર(એમ. એન. રોય) રાષ્ટ્રવાદથી ઉફરા ચાલી ‘મિત્ર મેળા’ની ને તે પછી થોડે જ વરસે પૂણેમાં માર્ક્સવાદમાં મુકામ કરી નવમાનવવાદના ઉદ્ગાતા ‘અભિનવ ભારત’ એ ક્રાંતિકારી સંગઠનની સ્થાપના બની રહ્યા તે આ જ આહ અને ચાહમાંથી. ખેર…. સાથે. લાંબી તવારીખમાંથી અહીં તો થોડાં જ નામો કલકત્તામાં અનુશીલન સમિતિ દેખા દે છે. સ્મરીને અટકવું જોઈશે. પછીના વરસોમાં પ્રખ્યાત અલીપુર કેસમાં અરવિંદ આઝાદીની લડતમાં બાબાસાહે બ આંબેડકરના ઘોષ વગેરે એમનાં ક્રાંતિકારી કનેક્શન ને પ્રવૃત્તિઓ પ્રદાન વિશે કંઈ કહે શો? માટે કારાવાસમાં ધકેલાય છે. સ્વરાજ છેવટે તો જણેજણને સારુ જ હોઈ શકે. એ જ વરસો, વીસમી સદીના – પહે લા દાયકાનાં જ ેમાં એક મોટો વર્ગ મનુષ્ય તરીકેનું જીવન જીવી વરસો, લાલા લજપતરાયની પ્રેરણા અને લાલા ન શકતો હોય તે સમાજ લકવાયેલો જ રહે , અને હરદયાલની સંકલનાથી પંજાબમાં ક્રાંતિકારીઓના એમાં પ્રજાસત્તાકપણું પણ ન જ ખીલી શકે. આ ગઠનના છે. લાહોરમાં નિવૃત્ત શીખ સૈનિકો તે પછીનાં સંદર્ભમાં અસ્પૃશ્યતાનિવારણના સર્વ પ્રયાસોનો नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૮]

247


મહિમા સવિશેષ હોવાનો. ગાંધીજીએ એમાં પ્રાયશ્ચિત્ત બુદ્ધિથી રસ લીધો. આંબેડકરે અધિકારના સંસ્થાપનના ભાવથી. બંનેની અલગ અલગ પરિસ્થિતિ જોતાં અભિગમનું અલગપણું સમજી શકાય છે. આંબેડકરની સ્મૃતિએ જ ે અસ્મિતાભાવ દલિત સમુદાયમાં પ્રેર્યો છે તે એમને મુક્ત મનુષ્ય તરીકે સંસ્થાપિત થવામાં બળ આપી રહ્યો હોઈ તે સ્વરાજ અને લોકશાહીના લાભમાં જ છે. માત્ર, સ્વરાજની લડતમાં, આંબેડકરના પક્ષે જુ દો સૂર કે દ્વિધાભાવ જણાય એથી આપણે અકળાઈએ છીએ એ વાત સાચી છે. પણ એ જ વખતે આપણે ખ્યાલમાં રાખવું જોઈએ કે સ્વરાજ જો ઉજળિયાત અગ્રવર્ગ પૂરતું સીમિત રહે વાનું હોય તો અંગ્રેજી રાજમાં ને સૂચિત સ્વરાજ સરકારમાં શો ભેદ, એવો આંબેડકરનો સવાલ ખોટો નહોતો. જોકે આવો બુનિયાદી સવાલ પૂછતે પૂછતે ભલેને એક રાજકીય પવિત્રા તરીકે પણ ક્વિટ ઇન્ડિયાના માહોલ વચ્ચે આંબેડકરે વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પર બેસવાનું સ્વીકાર્યું તે ન જચે એ સ્વાભાવિક છે. પણ આખી વાતને ઇતિહાસના લાંબા પટ પર જોવી રહે છે. આઝાદીની સમગ્ર લડત અંગે જાણવા ઇચ્છા જિજ્ઞાસુઓ માટે કોઈ ગુજરાતી પુસ્તકો વાંચવાનું આપ સૂચવો છો? ગુજરાતમાં લખાયેલાં તેમ અનુવાદ રૂપે સુલભ સંખ્યાબંધ પુસ્તકોમાંથી થોડાંકનું જ ઉતાવળે સ્મરણ કરું. પંડિત સુંદરલાલ કૃ ત ‘ભારતમાં અંગ્રેજી રાજ’ અને આચાર્ય જાવડેકર કૃ ત ‘આધુનિક ભારત’ પૂર્વરં ગની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વના છે. ગાંધીજી, જવાહરલાલ, રાજ ેન્દ્રપ્રસાદ, કૃ પાલાનીની આત્મકથાઓ સુલભ છે. સરદારનું નરહરિ પરીખે લખેલું ચરિત્ર તેમ રાજમોહન ગાંધીના સરદાર ચરિત્રનો નગીનદાસ સંઘવીનો અનુવાદ પણ તરત

સાંભરે છે. ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા અને મહાદેવ દેસાઈનું નારાયણ દેસાઈએ લખેલું ચરિત્ર પણ મૂલ્યવાન સામગ્રીરૂપ છે. ખાસ તો વિભાજનના સંદર્ભમાં ગાંધીજીને વિશે જાણકારીને અભાવે નવી પેઢીમાં જ ે ચણભણ ચાલે છે તે જોતાં પ્યારે લાલ કૃ ત ‘લાસ્ટ ફે ઝ’(ગુજરાતીમાં ‘પૂર્ણાહુતિ’) અવશ્ય વાંચવું જોઈએ.(આ પુસ્તક વાંચ્યા પછી મને જુ વાનીમાં મેં ગાંધીજીને સમજવામાં કરે લી ભૂલ સમજાઈ હતી, એવું અટલબિહારી વાજપેયીનું કહે વું છે.) છેલ્લે છેલ્લે, ભોગીભાઈ ગાંધીની ખાંધતથી જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીમાં સ્વાતંત્ર્યસંગ્રામ વિષયક બે ખંડો (2627) સુલભ થયા છે એનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. આપણે (પ્રજા અને નેતાઓ બંને) લોકશાહીને લાયક છીએ ખરા? જરૂર લાયક છીએ, દરે ક પ્રજાએ આવા સક્રાંતિ કાળમાંથી પસાર થવું જ પડતું હોય છે. આપણી સાથે આઝાદી મેળવનાર એશિયા-આફ્રિકાના અન્ય દેશોની શું દશા છે? આઝાદી પછી પાકિસ્તાનને લશ્કરી શાસનના વધુ દિવસો જોવા પડ્યા. આપણી લોકશાહીની જડ મજબૂત બની છે. જાગ્રત અને મધ્યમ વર્ગે આઝાદીની ચળવળમાં સંગીન અને વિધાયક ફાળો આપ્યો છે. પણ આઝાદી બાદ મૂલ્યોના જતન માટે જાગ્રત નથી માત્ર આઝાદીના લાભો મેળવવામાં જ સક્રિય છીએ. હિન્દુસ્તાન આઝાદીને લાયક નથી અને થોડા વરસમાં તે તિતરબિતર થઈ જશે એ મતલબના ચર્ચિલના વિધાનો ટાંકીને આજકાલ આપણા કેટલાંક ભાઈઓ કેમ જાણે ખુશ થતાં માલૂમ પડે છે. આપણે આત્મનિરીક્ષણ જરૂર કરીએ, પણ ગુલામી માટેનો ઉત્સાહ પ્રગટ ન કરીએ. પ્રશ્ન સ્વાતંત્ર્યનાં મૂલ્યો સમાજને સ્તરે સર્વાંગી ધોરણે આગળ વધારવાનો છે, જ ેમાં આપણે પાછળ છીએ. 

248

[ ઑગસ્ટ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


શાણો સમાજ ઍરિક ફ્રોમ રાષ્ટ્રવાદ, દેશભક્તિ અને સ્વસંસ્કૃતિને ચાહવી એ ક્યારે ય વિવાદનો વિષય ન હોઈ શકે. રાષ્ટ્રભાવના જળવાઈ રહે તે અર્થે આ બધું એને ઠેકાણે હોવું પણ જોઈએ. પરં તુ જ્યારે દેશભક્તિ અને રાષ્ટ્રવાદના નામે દેશવાસીઓની કતલ થવા માંડ ે ત્યારે આ રાષ્ટ્રભાવનાનું સ્વરૂપ વિકૃ તિ તરફ દોરી જાય છે. વર્તમાન સમયમાં કહે વાતા રાષ્ટ્રવાદ અને દેશભક્તિનો રં ગ માહોલને મલિન કરી રહ્યો છે, તેનાથી સમાજમાં એક છૂપો ભય પ્રસર્યો છે. કેટલાક કિસ્સામાં તો કોઈ વ્યક્તિ દેશભક્ત કે રાષ્ટ્રવાદી છે કે નહીં તેનો ફેં સલો આક્રમક ભીડ કરતી થઈ ગઈ છે. આ વિશે આજ ે ૧૯૦૦ • ૧૯૮૦ તર્કબદ્ધ દલીલનો સ્વીકાર કરવા પણ કોઈ તૈયાર થતું નથી. રાષ્ટ્રની આવી સંકુચિત વ્યાખ્યા અંગે અમેરિકાના ગણમાન્ય ચિંતક, લેખક અને માનવતાવાદી ઍરિક ફ્રોમે 1955માં જ ે લખ્યું છે, તે આજ ે પણ પ્રસ્તુત જણાય છે. વિશેષ કરીને વર્તમાનમાં દેશની સ્થિતિને લઈને.

આ માતા સાથેના વળગણ જ ેવું જ લોહીનાં સગાં કુંઠિત થઈ છે. લોહી અને માતૃભૂમિને નાતે (જ ે તેમ જ ભૂમિ સાથેનું વળગણ હોય છે. માણસ મધ્યયુગીન સમાજનાં પ્રણાલિકાગત બંધનોમાંથી મુક્ત તો થયો પણ આ નવી સ્વતંત્રતાએ તેને રે તીના કણો જ ેવો પૃથક બનાવી મૂક્યો હતો. તેથી તે ગભરાવા લાગ્યો, અને એણે લોહીની સગાઈ અને ભૂમિની નવી મૂર્તિપૂજામાં શરણું શોધ્યું. રાષ્ટ્રવાદ અને જાતિવાદ એ આનાં બે ઊડીને આંખે વળગે એવાં સ્વરૂપો છે. માણસના પ્રગતિશીલ વિકાસની સાથોસાથ રાજ્યની પૂજા પણ વધતી ગઈ. જાતિ કે રાષ્ટ્રની મૂર્તિપૂજા એની સાથે સંકળાયેલી હતી. ફાસીવાદ, નાઝીવાદ અને સ્ટાલિનવાદ એ આનાં સૌથી વધુ તીવ્ર ઉદાહરણો છે. પરં તુ આ વલણ સર્વાંકુશ સરમુખત્યારશાહીમાં જ જોવા મળે છે એવું નથી, રાષ્ટ્રવાદમાંયે એ દેખા દે છે. રાષ્ટ્રવાદ પ્રારં ભમાં એક પ્રગતિશીલ હિલચાલ હતી, પણ પાછળથી એની વિકૃ તિ થઈ. આજ ે સામાન્ય માણસને પોતે માનવકુ ટુબ ં નો એક સભ્ય છે એ નાતે નહીં, પણ પોતે એક રાષ્ટ્રનો નાગરિક છે એ નાતે આત્મીયતાનો અનુભવ થાય છે. એની તટસ્થ બુદ્ધિ, એની વિવેકબુદ્ધિ આ વળગણને કારણે नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૮]

એકસરખી ભાષા, રીતરિવાજ, ખાણીપીણી, ગીતો વગેરે દ્વારા વ્યક્ત થતો હોય છે) જ ેઓ તેના ‘પરિચિત’ નથી હોતા એમની તરફ એ શંકાની નજરે જુ એ છે, અને ઉત્તેજનાનું જરીક અમથું કારણ મળતાંવેંત એમના વિશે એના મનમાં પાગલ તરં ગો જ ેવા ભ્રામક ખ્યાલો ઊભા થઈ જાય છે. આને લીધે માણસનો એ પરિચિત વ્યક્તિ સાથેનો જ સંબંધ કલુષિત થાય છે એમ નહીં, પણ પોતાના સમૂહના અન્ય સભ્યો સાથેનો તેમ જ પોતાની જાત સાથેનો સંબંધ પણ કલુષિત થાય છે. લોહી અને ભૂમિનાં બંધનોમાંથી જ ે મુક્ત થયો નથી તે એક માનવ તરીકે હજી પૂર્ણ જન્મ પામ્યો જ નથી. એની પ્રેમની તેમ જ ચિંતનની શક્તિ કુંઠિત થાય છે. તે પોતાને અથવા પોતાના માનવબંધુઓને વાસ્તવિક માનવ સ્વરૂપમાં અનુભવી શકતો નથી. રાષ્ટ્રવાદ એ આજ ે આપણું ગોત્ર-ગમનનું સ્વરૂપ છે, આપણી મૂર્તિપૂજા છે, આપણું ગાંડપણ છે. ‘દેશભક્તિ’ એ એનો કર્મકાંડ છે. અહીં કહે વાની ભાગ્યે જ જરૂર હોય કે આ ‘દેશભક્તિ’ એટલે માનવજાત કરતાં, સત્ય અને ન્યાયના સિદ્ધાંતો 249


કરતાં પોતાના દેશને વધુ મહત્ત્વ આપવાનું વલણ. બાકી અસલ દેશભક્તિ તો એ છે કે પોતાના દેશનું ભૌતિક ને નૈતિક કલ્યાણ સાધવા માટે પ્રેમપૂર્વક મથવું. તેમાં બીજા દેશો પર આધિપત્ય જમાવવાની વાત કદાપિ આવતી નથી. જ ે દેશપ્રેમ સકળ માનવજાત પ્રત્યેના પ્રેમના એક ભાગરૂપ ન હોય એ પ્રેમ નથી, પણ સંકુચિત મૂર્તિપૂજા છે. આ રાષ્ટ્રીય ભાવનાનું સ્વરૂપ કેવું મૂર્તિપૂજાના જ ેવું છે તે જોઈએ. ધારો કે કોઈ માણસ પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ લઈ ભરબજારમાં લોકોના દેખતાં તેના લીરા-ચીરા ઉડાડીને કે તેને પગ તળે કચડીને તેનું અપમાન કરે , તો બધા ભેળા થઈને તેને મારી જ નાખવાના. લગભગ દરે કેદરે ક માણસના મનમાં ભારે રોષ ભભૂકી ઊઠશે. રાષ્ટ્રધ્વજને જ ેણે કલંકિત કયો તેણે અવર્ણનીય અપરાધ કર્યો. આ કાંઈ જ ેવો તેવો અપરાધ નથી, આ તો અક્ષમ્ય અને કદાપિ માફ ન કરી શકાય એવો અપરાધ છે! વળી, જો કોઈ માણસ એમ કહે કે, “હં ુ મારા દેશને ચાહતો નથી,” અથવા યુદ્ધની બાબતમાં, “મારા દેશના વિજય માટે મને કોઈ પરવા નથી” તોયે કદાચ આટલા તીવ્ર નહીં પણ લગભગ આના જ ેવા જ પ્રત્યાઘાત પડશે. આમ કહે વું એ તો એક પવિત્ર વસ્તુને અભડાવી નાખ્યા જ ેવું ગણાશે. આમ કહે નારો માણસ લોકોની નજરમાં એક શેતાન કે એક ડાકુ જ ેવો લાગશે. હવે આને એક બીજા પ્રત્યાઘાત સાથે સરખાવીએ. ધારો કે કોઈ માણસ ઊભો થઈને કહે , “હં ુ બધા જ નિગ્રોની કે બધા જ યહૂદીઓની હત્યા કરવાની તરફે ણમાં છુ ;ં નવા પ્રદેશો જીતવા

માટે હં ુ યુદ્ધ શરૂ કરવાની હિમાયત કરું છુ .ં ” અલબત્ત, મોટા ભાગના લોકોને એમ લાગશે કે આ અનૈતિક ને અમાનવીય વિચાર છે. પરં તુ મુદ્દાની વાત એ છે કે આને લીધે પેલી ભભૂકતા રોષની અદમ્ય લાગણી નહીં જન્મે. આવો વિચાર ‘ખરાબ’ છે ખરો, પણ એ કોઈ પાપ નથી, ‘પવિત્ર’ વસ્તુ સામેનો દ્રોહ નથી. અરે , માણસ ઈશ્વર વિશે કાંઈ અપમાનજનક બોલે તોયે તે આવડો મોટો અપરાધ નહીં ગણાય, તેનાથી આટલો બધો રોષ નહીં જન્મે. આ વિશે એવી સુફિયાણી બૌદ્ધિક દલીલ કરી શકાય કે જ ે માણસ પોતાના દેશને માન નથી આપતો તે માનવ-એકતાનો અને સામાજિક ભાવનાનો અભાવ સૂચવે છે. પરં તુ જ ે યુદ્ધની કે નિર્દોષ માણસોની હત્યા કરવાની હિમાયત કરે છે, અથવા જ ે પોતાના લાભ ખાતર બીજાઓનું શોષણ કરે છે, તેની બાબતમાંયે આ એટલું જ સાચું નથી? છતાં આપણે જોઈશું કે રાષ્ટ્રધ્વજનું અપમાન થતાં જ ે પ્રત્યાઘાતો ઊઠે છે તે બીજા પ્રત્યાઘાતો કરતાં મૂળભૂત રીતે જુ દા છે. તે વસ્તુ ‘પવિત્ર’ મનાઈ છે. સમૂહ-પૂજાનું એક પ્રતીક મનાઈ છે. આમ, રાષ્ટ્રવાદ અને રાજ્યભક્તિ એ ગોત્રગમનના વળગણનાં લક્ષણ બન્યાં છે. માણસ જ્યારે પોતાના ચિંતન અને પ્રેમને આજના કરતાં વધુ વ્યાપક બનાવી શકશે, જ્યારે માનવ-એકતા ને ન્યાયના પાયા ઉપર એક વિશ્વ રચી શકશે, જ્યારે વિશ્વબંધુત્વની ભાવના અનુભવી શકશે, ત્યારે જ એને નવાં માનવીય મૂળ જડશે, ત્યારે જ એ પોતાની દુનિયાને એક ખરા માનવ-વિકાસમાં પલટી શકશે. અનુવાદ : કાંતિ શાહ 

250

[ ઑગસ્ટ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સૌંદર્યની નદી નર્મદા: ઉપસંહાર અમૃતલાલ વેગડ નર્મદાને પૂર્ણરૂપે સાહિત્યમાં લાવીને તેના વિશે નિરં તર લખવાનું કાર્ય નિસર્ગચાહના ધરાવનાર સાહિત્યકાર અમૃતલાલ વેગડે ખૂબ ઉત્કૃષ્ટતાથી કર્યું છે. પદયાત્રા કરીને અનુભવ આધારિત નર્મદાના અનેક રં ગો તેમણે શબ્દ અને પીંછી થકી કાગળ પર ઉતાર્યા છે. મૂળે કચ્છના અમૃતલાલ વેગડ ગાંધી પરિવારની પૃષ્ઠભૂમિ ધરાવતા હતા. જોકે પછીથી તેમનો પરિવાર મધ્યપ્રદેશના જબલપુર સ્થાયી થયો. પરં તુ ગુજરાતી સાથેનો તેમનો અતૂટ નાતો રહ્યો. નર્મદાનું સૌંદર્ય તેમના નર્મદા અંગેનાં પુસ્તકોમાં સુંદર રીતે ઝિલાય છે. અમૃતલાલ વેગડનું હાલમાં 90 વર્ષે અવસાન થયું છે, ત્યારે ૧૯૨૮ • ૨૦૧૮ તેમને અંજલિરૂપે સૌંદર્યની નદી નર્મદાનું એક પ્રકરણ (ઉપસંહાર) અહીં મૂક્યું છે. અમૃતલાલ વેગડના કહ્યા મુજબ નર્મદાના કારણે તેઓ આપણી વચ્ચે સતત હયાત રહે શે, કદાચ જ્યાં સુધી નર્મદા છે, ત્યાં સુધી!

નીકળ્યો તો હતો મોતી વીણવા, પણ મારી છે કે ગુજરાતીમાં ઓછી મૂડીએ મેં ઠીક ચલાવ્યું અણઆવડતના લીધે આ શંખલાં જ મારે હાથ લાગ્યાં. જો આ પણ તમને સુંદર લાગે, તો કલ્પના કરજો કે નર્મદા – સૌંદર્યનાં મોતી કેવાં તો સુંદર હશે! નર્મદા મને બે વાતે વિશિષ્ટ લાગી છે. એક તો એ કે નદીઓમાં એકમાત્ર નર્મદાની જ પરિક્રમા થાય છે. સેંકડો વર્ષોથી હજારો પરકમ્માવાસીઓ નર્મદાની પરકમ્મા કરતા આવ્યા છે. એથી મેં મારા ગુજરાતી પુસ્તકનું નામ રાખ્યું પરિક્રમા નર્મદા મૈયાની(હિં દી હં ુ અધિકારપૂર્વક લખું; ગુજરાતીમાં એટલો આત્મવિશ્વાસ નથી. બીતાં-બીતાં લખું – રખેને કોઈ ભૂલ થઈ જાય! થઈ જ હશે. ક્યાંક કાચું કપાયું હશે. ક્યાંક આંખનું કાજળ ગાલે ઘસ્યું હશે, છતાં લખ્યા વિના રહી ન શક્યો. માતૃભાષા પ્રત્યેની મમતા કેવી દુર્નિવાર હોય છે! જોકે મને લાગે नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૮]

છે.)

નર્મદાની બીજી વિશિષ્ટતા એ કે એ અત્યંત સુંદર નદી છે. ગંગા પણ સુંદર છે, પણ હરિદ્વાર સુધી. પછી તો એ છેક સમુદ્ર સુધી સપાટ મેદાનમાં નહે રની જ ેમ વહે છે. જ્યારે નર્મદા તો વહે છે પહાડોમાંથી, જંગલોમાંથી, કોતરો ને ખીણોમાંથી અને એકથી એક સુંદર પ્રપાતોનું નિર્માણ કરતી. જો ક્યારે ય નદીઓની સૌંદર્ય-પ્રતિયોગિતા યોજાશે, તો સર્વોત્તમ પુરસ્કાર નર્મદાને જ મળવાનો. આથી મારા હિન્દી પુસ્તકનું નામ રાખ્યું – સૌંદર્યકી નદી નર્મદા. આરં ભમાં જ મેં નક્કી કરે લું કે મારે નર્મદાપુરાણ કે રે વા-માહાત્મ્ય નથી લખવું. આ યુગમાં એની જરૂર પણ નથી. મારે નર્મદાનું જીવનચરિત્ર લખવું છે – સચિત્ર, પ્રામાણિક જીવનચરિત્ર. આ માટે મેં એ જ પદ્ધતિ અપનાવી, જ ે આજકાલનાં જીવનચરિત્રો લેખકો અપનાવતા હોય છે. જ ેમનું ચરિત્ર લખવાનું હોય એમને અવારનવાર રૂબરૂ મળવું, મુલાકાતો લેવી, નોંધો રાખવી, પ્રવાસ ખેડવા અને આ ઉપરથી લખવું. મેં આ જ કર્યું છે. નર્મદાસૌંદર્યને મેં મારી જાતે જોયું છે. એથી મારી નર્મદા ‘કાગદકી લેખી’ નહીં પણ ‘આંખિન દેખી’ છે. 251


હું જ એ સાધારણ ચિત્રકાર-લેખક છું. આનો મોટા લાભ એ છે કે, જ્યારે મને લાગે કે નર્મદાનું અમુક સૌંદર્ય શબ્દોમાં ઠીકથી વ્યક્ત નહીં થઈ શકે. આને માટે રંગો – રૂપાકારો ઠીક રહેશે, ત્યારે હું એને ચિત્રોમાં વ્યક્ત થવા દઉં. જ્યારે લાગે કે આને માટે શબ્દો ઠીક રહેશે, ત્યારે શબ્દોમાં કહું. વિધાતાએ મને અર્ધ લેખક ને અર્ધ ચિત્રકાર બનાવ્યો

નર્મદાના કાંઠ ે કાંઠ ે 1977થી 1988 દરમિયાન હં ુ 1800 કિ.મી. પગે ચાલ્યો હતો. આનું વર્ણન મેં મારાં હિં દી તેમજ ગુજરાતી પુસ્તકોમાં આપ્યું છે. નર્મદાની લંબાઈ 1312 કિ.મી. છે. બંને કાંઠ ે મળીને પરકમ્માવાસીએ 2624 કિ.મી. ચાલવું જોઈએ. હં ુ 1800 કિ.મી. ચાલ્યો હતો. ઉત્તરકાંઠને ા લગભગ 800 કિ.મી. બાકી રહી ગયા હતા. વચ્ચે લાંબાં નવ વર્ષ વીતી ગયાં. નવ વર્ષના ગાળા બાદ નર્મદા-પદયાત્રીના રૂપમાં જાણે મારો પુનર્જન્મ થયો. 1996થી 1999 દરમિયાન નર્મદાના ઉત્તરકાંઠાની બાકી રહી ગયેલી પદયાત્રા મેં પૂરી કરી. એનું જ વર્ણન છે આ પુસ્તકમાં, એક રીતે આ ‘ઉત્તરનર્મદાચરિત’ છે. વિશાળ આકારની મૂર્તિઓની ઢલાઈ ખંડોમાં કરવામાં આવે છે. પછી એ ખંડોને સફાઈથી જોડી દેવામાં આવે છે. મારા માટે એકીસાથે પૂરી પરિક્રમા કરવી સંભવ નહોતી. એથી એ મેં ખંડોમાં કરી. ટુકડાઓમાં વહેં ચાયેલી આ સુદીર્ઘ યાત્રાને મેં મારા લેખોમાં જોડી દીધી છે. આ યાત્રાઓમાં મને અપાર સૌંદર્ય મળ્યું. નર્મદાસૌંદર્યને મેં એની પૂરી ગરિમામાં જોયું. એને જ વ્યક્ત કરવાનો મારો પ્રયાસ રહ્યો છે 252

ક્યારે ક રે ખાઓમાં, ક્યારે ક રં ગોમાં, તો ક્યારે ક શબ્દોમાં. એ સાચું હં ુ ચિત્રકાર છુ ં તેમ લેખક પણ છુ .ં (એવું લાગે છે કે કોઈકે મારા ચિત્રકારમાં લેખકની કલમ લગાવી દીધી છે.) પરં તુ હં ુ સાધારણ ચિત્રકાર છુ ં અને લેખક પણ સાધારણ જ છુ .ં પહે લાં હં ુ વિચારતો કે કેવું સારું થાત જો ભગવાને મને માત્ર ચિત્રકાર બનાવ્યો હોત, પણ ઉચ્ચ કક્ષાનો ચિત્રકાર. અથવા માત્ર લેખક બનાવ્યો હોત, પણ મૂર્ઘન્ય કોટિનો લેખક. ભગવાને મને અડધો લેખક અને અડધો ચિત્રકાર શા માટે બનાવ્યો? પરં તુ આજ ે વિચારું છુ ં કે ભગવાને જો મને માત્ર ચિત્રકાર બનાવ્યો હોત — ભલેને શ્રેષ્ઠ ચિત્રકાર — તો નર્મદા વિશે લખત કોણ? અને જો માત્ર લેખક બનાવ્યો હોત — ભલેને મોટા ગજાનો લેખક — તો નર્મદાનાં ચિત્રો કોણ બનાવત? નર્મદાને અસાધારણ લેખક અથવા અસાધારણ ચિત્રકાર કરતાં એક એવા માણસની જરૂર હતી કે જ ેમાં બંનેનો સમાવેશ હોય – પછી એ સાધારણ જ કાં ન હોય. હં ુ જ એ સાધારણ ચિત્રકાર-લેખક છુ .ં આનો મોટા લાભ એ છે કે, જ્યારે મને લાગે કે નર્મદાનું અમુક સૌંદર્ય શબ્દોમાં ઠીકથી વ્યક્ત નહીં થઈ શકે. આને માટે રં ગો – રૂપાકારો ઠીક રહે શે, ત્યારે હં ુ એને ચિત્રોમાં વ્યક્ત થવા દઉં. જ્યારે લાગે કે આને માટે શબ્દો ઠીક રહે શે, ત્યારે શબ્દોમાં કહં ુ. વિધાતાએ મને અર્ધ લેખક ને અર્ધ ચિત્રકાર બનાવ્યો, એ કાંઈ એની સનક નહોતી પણ એની દૂરંદેશી હતી. એથી જ એણે મને એવા પિતાને ઘેર જન્મ આપ્યો કે જ ેમને પ્રકૃ તિથી પ્યાર હતો અને પગે ચાલવાનો શોખ હતો. એમાં માતાના ધાર્મિક સંસ્કાર ભળ્યા. એથી જ બચપણમાં થોડાં વર્ષ વતન કચ્છ મોકલ્યો. પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં થયું. એથી હં ુ ગુજરાતીમાં પણ લખી શકું છુ .ં રહે વા માટે જબલપુર આપ્યું કે જ ેની [ ઑગસ્ટ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


પાસેથી નર્મદા વહે છે, એથી બચપણથી જ નર્મદા પ્રત્યે પ્રેમનો નાતો બંધાયો. એથી હં ુ હિન્દીમાં લખી શકું છુ .ં એટલે જ મને પાંચ વરસ માટે શાંતિનિકેતન ભણવા મૂક્યો જ્યાં મને સૌંદર્ય જોવાની દૃષ્ટિ મળી. મારા સળેખડા જ ેવા શરીર અંગે મને સદા કચવાટ રહ્યો. (કોઈકે મને કહે વું જોઈતું હતું કે ઈશ્વરે જ ે નથી આપ્યું એનો બળાપો ન કર.) પણ હવે સમજાય છે કે આવા હલકા-ફૂલકા શરીરના લીધે જ હં ુ આ પરિક્રમા કરી શક્યો. એટલા માટે જ તોરલ જ ેવી કાન્તા આપી કે જ ેણે મારી હોડીને ક્યારે ય ડૂ બવા ન દીધી. એવાં જ પુત્રો-પુત્રવધૂઓ આપ્યાં કે જ ેમણે મને સર્વ સાંસારિક દાયિત્વોથી મુક્ત કરી દીધો અને પૂરો સમય નર્મદા-કાર્યમાં આપવાની સગવડ કરી આપી. હવે આ સાંકળની જો એક પણ કડી તૂટી ગઈ હોત, તો મારું કાર્ય ત્રુટિપૂર્ણ રહી જાત અને હં ુ જ ે હાંસલ કરી શક્યો, એ ન કરી શક્યો હોત. આ બધું વિધાતાની સુનિયોજિત પૂર્વનિર્ધારિત કાર્યયોજના મુજબ જ થઈ રહ્યું હતું. હં ુ તો માત્ર એના નિર્દેશોનું પાલન કરી રહ્યો હતો, એવું આજ ે ચોખ્ખું દેખાય છે. તેમ છતાં, નર્મદાના રાશિ-રાશિ સૌંદર્યમાંથી હં ુ એક ખોબો સૌંદર્ય જ લાવી શક્યો છુ .ં મારો આ પ્રયાસ એક સાધારણ માણસનો નિર્બળ પ્રયાસ છે. સાચી વાત એ છે કે નર્મદા-સૌંદર્યનો આજ સુધી હં ુ તાગ નથી મેળવી શક્યો. એથી હં ુ જ ે લાવ્યો છુ ં એ ‘ચકીની ચાંચનું ચણ’ જ છે. હા, મનમાં એક ભોળો વસવસો જરૂર છે – મારે હજુ સો અથવા પચાસ વર્ષ વહે લા જન્મવું જોઈતું હતું, જ્યારે નર્મદાકાંઠાનાં જંગલો કપાણાં નહોતાં, જ્યારે માણસે પ્રકૃ તિને ક્ષત-વિક્ષત નહોતી કરી, જ્યારે નર્મદા નિર્બાધ ગતિએ વહે તી હતી અને જ્યારે નર્મદા-પરિક્રમાનો સુવર્ણયુગ હતો ત્યારે મને નર્મદાના સૌંદર્યનો અસલી ભંડાર જોવા મળ્યો હોત. આ ધરતી ઉપર મારે ફે ક્સ અથવા ઈ-મેલથી नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૮]

આવવું જોઈતું હતું, આવ્યો ટપાલમાં! જો વહે લો જન્મ્યો હોત, તો એક લાભ હજુ મળત. મારું આ પુસ્તક કેટલા બધા વાચકોએ વાંચ્યું હોત! એની કેટલી બધી આવૃત્તિઓ થઈ હોત! હવે તો પુસ્તકનો વાચક વટલાઈને ટી.વી.નો દર્શક બની ગયો છે – મૂક, અસહાય, પેસિવ દર્શક! અને મોટે ભાગે ટી.વી.નો દર્શક એટલે ગીતાનો ઉપદેશ સાંભળતો પાંડવ નહીં, પણ દ્રૌપદીનાં ચીરહરણ જોતો કૌરવ!(અપવાદ નમસ્ય છે.) આ બધું જાણતા હોવા છતાં લેખકથી લખ્યા વિના રહે વાતું નથી. આ એની કરુણતા છે તેમ એનું ગૌરવ પણ છે. પરિક્રમાની ઘરે ડને મેં થોડી તોડી જરૂર છે. એ અર્થમાં નહીં કે મેં પૂરી પરિક્રમા એકસાથે ન કરી, ઉઘાડે પગે ન ચાલ્યો અથવા ભિક્ષા ન માગી. આ તો મારી મજબૂરી હતી, અયોગ્યતા હતી. પરં તુ એ અર્થમાં કે પ્રથમ વાર મેં આ પરિક્રમા ધાર્મિક કારણોથી નહીં, પણ સૌંદર્યની દૃષ્ટિથી, કળા અને સાહિત્યની દૃષ્ટિથી કરી. મારી પરિક્રમા ધાર્મિક નહીં, પણ સાંસ્કૃતિક હતી. જ ે પરિક્રમા સાધુસંન્યાસીઓ, મહાત્માઓ, સાધકો, માનતાવાળાઓ અથવા ગ્રામીણો સુધી સીમિત હતી એને હં ુ સાહિત્યપ્રેમીઓ, કળાપ્રેમીઓ, સાહસરસિકો અને બુદ્ધિજીવીઓ સુધી લઈ ગયો. મારી રચના-પ્રક્રિયા વિષે પણ થોડુ ં કહં ુ. પગે ચાલું એક દિવસ, એનું વર્ણન લખતાં થાય પાંચ દિવસ! ક્યારે ક સાત દિવસ! અને આ ત્યારે , જ્યારે હં ુ બીજુ ં કોઈ કામ ન કરું. લેખન મારા માટે એક જાતની પદયાત્રા જ છે. જલ્દબાજીને હં ુ બૂરી સમજુ ં છુ .ં મારા માટે લખવું એ કાળી મજૂ રી છે. હં ુ ઠોઠ લેખક છુ .ં એક જ લેખને પાંચવાર, છવાર લખું અને દર વખતે બદલતો રહં ુ. લાલ શાહીથી કાપકૂ પ કરીને લેખોને લોહીલુહાણ કરી મૂકું. શબ્દોની કરકસર ઉપર પૂરતું ધ્યાન આપું. હં ુ જાણું છુ ં કે અનાવશ્યક 253


શબ્દ, આવશ્યક શબ્દને કમજોર કરે છે. હં ુ એ પણ જાણું છુ ં કે ઉપમાઓ જ ેટલી ઓછી, એટલી જ એ વધુ સુંદર જણાય. ઉપમાઓ જ્યારે ખતરાના નિશાનથી ઉપર વહે વા લાગે ત્યારે વાચકને ગભરાટ થવા લાગે છે, કેમ કે ત્યારે એ મૂળ કથ્યનું જ શોષણ કરતી હોય છે. મારું લેખન ગરીબના છાપરા જ ેવું છે. વરસાદ વરસે એક કલાક, એ ટપકતું રહે દસ કલાક! ચાલું એક દિવસ, લખતાં થાય સાત દિવસ! મારા લેખો મને એક જ ઝાપટમાં નથી મળ્યા. મારી પાસે બે ભાષાઓની નાગરિકતા છે. લેખ જો ગુજરાતીમાં લખું તો એનું હિં દી કરતાં નવા વિચાર, નવી ઉપમા કે નવી કલ્પના સૂઝે. ત્યારે ગુજરાતી લેખ પાછળ રહી જાય. એનું પુનર્લેખન આવશ્યક થઈ જાય. હવે ગુજરાતી લેખનું સંશોધન કરવા જતાં એ આગળ નીકળી જાય એટલે પાછો હિં દી લેખ પર આવું! આમ ચાલ્યા જ કરે . બંને ભાષાના લેખો જાણે એકબીજાને નિર્દેશ આપતા રહે કે તારી વાત આ રીતે નહીં પણ આ રીતે કર પરં તુ આમાં મારો બરડો બેવડ થઈ જાય. થાકીને વીનવું, ‘આટલેથી ખમૈયા કરો ને મારા વીરા!’ પણ મારું સાંભળે કોણ? મહામુશ્કેલીએ જ્યારે હિં દી-ગુજરાતીનાં પલ્લાં સરખાં થતાં જણાય 254

ત્યારે સમજી જાઉં કે લેખો હવે વયસ્ક થઈ ગયા છે અને બહાર જઈ શકે છે. તેમ છતાં મનમાં થોડોઘણો અસંતોષ તો રહે જ છે કે, જરૂર ક્યાંક કોઈક કસર રહી ગઈ હશે. જોકે બધા લેખો એકસરખા સુઘડ તો ન જ થઈ શકે. કોઈક શિથિલ પણ રહી ગયા હશે. મારા લેખો સાહિત્ય નથી, પણ સાહિત્યની ડાળેથી ખરે લાં સૂકાં પાંદડાં કદાચ હોય! પોતાના ગ્રાહકોને મીઠુ ં ગરમ દૂધ આપતાં પહે લાં દૂધવાળો દૂધને એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં અને બીજામાંથી પાછો પહે લામાં વારં વાર ઠાલવતો રહે છે જ ેથી ગ્રાહકને દૂધ વધુ સ્વાદિષ્ટ, વધુ તાજુ ં લાગે. મારું આ કાર્ય પણ કંઈક એવું જ છે. હં ુ મારા લેખોને ખૂબ કઢું છુ ,ં એક ભાષાના ગ્લાસમાંથી બીજી ભાષાના ગ્લાસમાં ઠાલવતો જ રહં ુ છુ ,ં થોડી મલાઈ મિલાવું છુ ,ં થોડુ ં ઠંડુ ં થવા દઉં છુ ,ં ગ્લાસને ઠાંસી ઠાંસીને ભરું છુ ,ં પછી જ મારા વાચકોને આપું છુ .ં છતાં મનમાં ડર તો રહે જ છે કે ક્યાંક કોક કહી ન દે કે આ દૂધ તો પાણીવાળું છે! બે ભાષાઓમાં લખવું મારા માટે લાભદાયક સિદ્ધ થયું છે. બંને ભાષાના લેખોએ એકબીજાને પુષ્ટ કર્યા છે, પરં તુ આ છે અત્યંત શ્રમસાધ્ય અને સમયસાધ્ય કાર્ય. આ લખવામાં મેં કંઈ કમ દુઃખ વેઠ્યાં છે! એક યાત્રાનું વર્ણન લખતાં લખતાં બીજી યાત્રાનો સમય થઈ જતો અને એ લખાણ થતું બહુ બહુ તો 30 અથવા 40 પૃષ્ઠનું! આટલું લખતાં મારો દમ નીકળી જતો. પરં તુ અંતે જ ે લેખ તૈયાર થતો, એ જોઈને બધી મહે નત સાર્થક જણાતી. [ ઑગસ્ટ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ત્યારે લાગતું કે લેખનમાં કેવળ યાતના જ નથી, અપાર સુખ પણ છે. ક્યારે ક લાગતું કે જ ે કામ હૃદયથી થવું જોઈતું હતું, એ બુદ્ધિથી થઈ રહ્યું છે. પછી ખ્યાલ આવતો કે હૃદય તો પોતાનું કામ કરી ચૂક્યું. હવે બુદ્ધિ એને તપાસી લે, ભૂલો સુધારી આપે તો એનાથી રૂડુ ં શું? હૃદય કુંવારી છોકીરીની જ ેમ ઊડાઊડ કરે , બુદ્ધિ ઘરનાં ઘરડાં ફઈબાની જ ેમ એના ઉપર નજર રાખે, એને બહે કવા ન દે. દિલ અને દિમાગ બન્ને મળીને લેખનની ગૃહસ્થી ચલાવે તો કેવું સારું! છેલ્લે સુંદર અક્ષરોમાં લેખની સ્વચ્છ નકલ કરું. હં ુ દર વખતે હાથેથી જ લખું. સફે દ કાગળ ઉપર કાળી શાહીથી લખેલા અક્ષરો મને મારાં બાળકો જ ેવાં વહાલાં લાગે છે. ટાઇપ કરે લું લખાણ મને નિર્જીવ જણાય છે. એમાં એ ઝંકાર, એ સ્પંદન ક્યાં, જ ે હાથેથી લખેલા અક્ષરોમાં હોય છે. વળી ટાઇપ-રાઇટરની શી મજાલ કે મારા મોતીના દાણા જ ેવા અક્ષરોની બરાબરી કરી શકે! ટૂ કં માં, હં ુ જાણું છુ ં કે હં ુ લેખક નથી. એથી મારે લેખક કરતાં સો ગણી વધુ મહે નત કરવી જોઈએ. કોઈ પણ કૃ તિનું સર્જન કરવું – પછી એ લેખ હોય કે ચિત્ર – મને ઘૂઘવતી નદીમાં છલાંગ મારવા જ ેવું લાગે છે; પાર કરી શકીશ કે કેમ, ખબર નથી. કદાચ દરે ક સર્જકને આ જોખમ ખેડવું પડે છે. પરં તુ આ પછી એક શબ્દ નહીં લખું. આખરે તો હં ુ ચિત્રકાર છુ .ં સાહિત્યે મને ચિત્રકળા પાસેથી ઉચ્ચક લીધો હતો. સાહિત્યમાં હં ુ પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન) પર આવ્યો હતો. એ અવધિ પૂરી થઈ ગઈ છે અને હં ુ મારે ઘેર પાછો જઈ રહ્યો છુ .ં હવે માત્ર ચિત્રો જ બનાવીશ. લેખનનો અધ્યાય હં મેશને

માટે સમાપ્ત! એ સાચું કે વાચકો તેમજ વિદ્વાનોએ મારા પુસ્તકને વખાણ્યું છે. બની શકે છે કે એ મહાન નદીની મહત્તાનો થોડોઘણો અંશ મારા પુસ્તકમાં આવી ગયો હોય. લોકોને મારું વર્ણન કાવ્યાત્મક લાગ્યું છે. પરં તુ નર્મદાનો સંસ્પર્શ તો કોઈને પણ કવિ બનાવી શકે છે. બલકે મને હં મેશ લાગ્યું છે કે, આ પુસ્તક મેં ક્યાં લખ્યું છે? આ તો નર્મદાએ મારા કાનમાં જ ે કહ્યું, એ જ મેં ઉતાર્યું. નર્મદા લખાવતી ગઈ અને હં ુ લખતો ગયો. (જો મને પોતાને લખતાં આવડતું હોત, તો મારાં બીજાં 2025 પુસ્તકો ન હોત?) કોઈ કહી શકે છે કે, નર્મદાએ મને જ શા માટે પસંદ કર્યો? એટલા માટે કે હં ુ એક સારો લહિયો છુ ં તેમ ઉભયચર પણ છુ .ં ચિત્ર પણ બનાવું ને લખું પણ ખરો. આ યાત્રાઓએ મારા જીવનમાં હં મેશને માટે સ્થાન બનાવી લીધું છે. આના વિના મારું જીવન છીછરું અને તરસ્યું રહી જાત. આનાથી જ મારા લેખો અને મારાં ચિત્રોને આકાર મળ્યો. સાચી વાત તો એ છે કે નર્મદાકાંઠાની આ પદયાત્રાઓ થકી મને પ્રકૃ તિથી ધાર્મિક પ્રેમ થયો. મને લાગ્યું છે કે નદીકાંઠ ે બેસવું કે હરિયાળાં મેદાનોને નિહાળવાં, એ ઉત્તમ કોટિનો સત્સંગ છે. સત્સંગનો આવો વિશુદ્ધ આનંદ અન્યત્ર ભાગ્યે જ મળશે. હવે મારી એક ઇંચ પરિક્રમા બાકી ન રહી, પરં તુ આ કંઈ પારં પરિક ઢબે કરે લી અખંડ પરિક્રમા નહોતી. કટકે કટકે કરે લી પદયાત્રા હતી. બહુ બહુ તો પરિક્રમાની ઇંટરશિપ હતી. પરિક્રમા તો હં ુ આવતે જન્મે કરીશ. આ જન્મે તો એની તૈયારી જ કરી રહ્યો હતો. 

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૮]

255


વરસાદ કાકાસાહે બ કાલેલકર

૧૮૮૫ • ૧૯૮૧

કાકાસાહે બ કાલેલકર કહે તા કે કુ દરત તેમનું પ્રિય પુસ્તક છે. કુ દરતના અનેક રં ગો વિશે તેમણે ભરપૂર લખ્યું છે. તેમની કલમ હિમાલયની ઊંચાઈ અને સાગરની ગહે રાઈને પણ માપી ચૂકી છે. ઉનાળાના બળબળતા બપોર વિશે લખનારા કાકાસાહે બે વરસાદ વિશે પણ અદ્ભૂત લખ્યું છે. તેઓ લખે છે ઃ “શો એ ક્ષણનો ઉન્માદ! ઝાડ ડોલવા લાગ્યાં, પક્ષીઓ મહાલવા લાગ્યાં, ધૂલિધૂસર આકાશ નાહીને સાફ થયું અને અભિતપ્ત ધરા, જ ેટલો વરસાદ આવે તેટલો ધરાયા વિના પીવા લાગી.” વરસાદથી સર્જાતા કળણને પણ તેમણે કાદવનું કાવ્ય કહીને તેનું વર્ણન કર્યું છે. વરસાદી માહોલ વચ્ચે કાકાસાહે બે લખેલા વરસાદના કુ દરતી રં ગને પણ જરા માણીએ.

ચોમાસું માણીએ!

વરસાદના દિવસ આવી ગયા! હવે આકાશના દેવો વાદળોની ચાદર ઓઢીને ચાતુર્માસમાં મોટે ભાગે સૂવાનું જ કામ કરશે. જ ેમ આપણે કોઈ કોઈ વખત રાતે ઊંઘમાંથી જાગીને તારાઓને જોઈએ છીએ, (જો ખુલ્લામાં સૂતા હોઈએ તો) તેમ એ આકાશના દેવો પણ કોઈ કોઈ વખત રાતે પોતાની ચાદર ખસેડીને, આપણે કેમ છીએ તે જોઈ લે છે. પરં તુ કોઈ પણ પંચાંગ અથવા વાયુશાસ્ત્રી કહી નથી

256

શકતા કે આવું દેવદર્શન આ દિવસોમાં કઈ રાત્રિએ અને ક્યારે થઈ શકે છે. ‘દેવોનું કાવ્ય’ ચાર માસ માટે બંધ થઈ ગયું તેથી કુ દરતનું કવિત્વ ઓછુ ં જ બંધ થઈ ગયું છે! વાદળોને જ લઈએ. મેઘવિદ્યા કંઈ થોડા મહત્ત્વની નથી. એમાં જાણવાની વસ્તુઓ પણ બહુ છે અને કલ્પનાવિહાર માટે પૂરતો અવકાશ છે. આ દિવસોમાં સવારસાંજનાં વાદળોનો કેવો આનંદપુંજ હોય છે!

[ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


પ્રકૃ તિના દરબારનો વૈભવ વ્યક્ત કરવાનું કામ તો એમનું જ છે. ઉષા અને સંધ્યા બંને પોતાના આનંદમાં મસ્ત રહે છે અને રોજ રોજ નવો નવો વિલાસ બતાવે છે. જ ે ચિત્રકાર છે એમણે આ રં ગોની પ્રતિકૃ તિ બનાવી સંઘરવી જોઈએ; જ ે કવિ છે એમણે વાદળોના વિલાસ પર કવિતાઓ લખીને આપણો શબ્દવિલાસ એમનાથી ઓછો નથી એ સિદ્ધ કરવું જોઈએ; અને જ ેઓ કેવળ સ્વાનંદ-મગ્ન મૂક રસિક છે તેમણે સવાર અને સાંજ આ દેવીઓનું દર્શન કરીને પોતાના હૃદયને આનંદભોજન આપી પરિપુષ્ટ કરવું જોઈએ. મેઘોને જોઈને ઇંદ્રધનુષ્યનો ઉપાસક એકલો મોર જ શા માટે મસ્ત બને? હરે ક મનુષ્યનો અધિકાર છે કે તે વિના મૂલ્યે મળનાર આ દૈવી આનંદ-સુધા સવારસાંજ પ્રાર્થનાની સાથે હજમ કરે . વરસાદના દિવસ આવી ગયા છે! જ્યાં જ્યાં વરસાદ પડે છે ત્યાં ત્યાં માબાપોએ પોતાનાં બાળકોને લઈ જઈને જમીન ક્યાં કેટલી ઊંચી છે, પાણી ક્યાંથી કેવી રીતે વહે છે, પહાડ અને ટેકરા પરથી માટી કેવી વહી જાય છે અને પાણી ઉચ્ચનીચનો ભેદ દૂર કરવાનો કેવો પ્રયત્ન કરે છે એ બધું એમને બતાવવું જોઈએ. આ ખેલમાં કેવળ બચપણનો જ આનંદ છે એમ નથી. જો છોકરાં બચપણમાં જ પાણીના વહે ણનું અધ્યયન કરશે તો હિં દુસ્તાનને માટે અત્યંત આવશ્યક એવી એક રાષ્ટ્રીય વિદ્યાનો

એટલે કે ભગીરથવિદ્યા—નદી નહે રોને કાબૂમાં લાવવાની વિદ્યા—નો તેઓ પ્રારં ભ કરશે. હિં દુસ્તાન દેશ જ ેટલો દેવમાતૃક1 છે તેટલો જ નદીમાતૃક2 પણ છે. તેથી જ પર્જન્યવિદ્યા (મીટીઓરોલૉજી) અને ભગીરથવિદ્યા (સાયન્સ ઑફ રિવર ટ્રેનિંગ) બંને આપણી રાષ્ટ્રીય વિદ્યાઓ છે. જ્યારે સાચી અને સંપૂર્ણ રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના થશે ત્યારે મોટા મોટા વરુણાચાર્યો અને ભગીરથાચાર્યો આપણા દેશમાં નિર્માણ થશે અને બીજા દેશોના લોકો હિં દુસ્તાનમાં આવીને અહીંથી ભગીરથવિદ્યા અને પર્જન્યવિદ્યા શીખી જશે. વરસાદના દિવસો આવી ગયા! વનસ્પતિસૃષ્ટિની અને કીટસૃષ્ટિની સમૃદ્ધિ આ વખતે જ જોવી જોઈએ. વનસ્પતિવિદ્યા અને કીટવિદ્યા જો વધારવી હોય તો દેશના નવયુવકોમાં બચપણથી જ આ વાતો પ્રત્યે પ્રેમ પેદા કરવો જોઈએ. લાલ મખમલ ઓઢેલા ઇન્દ્રગોપથી માંડીને ‘જાદુઈ ટૉર્ચ’ સાથે રાખનાર આગિયા સુધીના બધા કીટોનો આકાર, રં ગ, એમનો સ્વભાવ, એમનો આહાર, એમનું કાર્ય,—આ બધાનું નિરીક્ષણ કરવું જોઈએ. હિં દુસ્તાનની વનસ્પતિઓનું તો પૂછવું જ શું? શારદા અને અન્નપૂર્ણા, શાકંભરી અને જગધાત્રી બધી દેવીઓનું સ્મરણ કરીને વનસ્પતિવિદ્યાનો આ દિવસોમાં પ્રારં ભ કરવો જોઈએ.

વર્ષાવતાર

વીસ દિવસ થયાં1 આ2 વરસાદ ગયો છે ક્યાં? એણે જરાક આવીને આશા બતાવી, એમાંથી ઉત્કંઠા પેદા થઈ છતાંય એ ન આવ્યો એટલે અકળામણ થઈ. અકળામણે નિરાશાનું રૂપ લીધું, અને અંતે 1. દેવમાતૃક દેશ-કેવળ આકાશમાંથી વરસતા પાણી પર આધાર રાખી ખેતી કરનાર દેશ 2. નદીમાતૃક દેશ–ખેતી માટે નદીનહે રો પર આધાર રાખનાર દેશ.

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

હૃદયે એ નિરાશાને પણ વિસ્મૃતિમાં ધકેલી દઈ પોતાની સ્વાભાવિકતા મેળવી. ગયે વર્ષે પડેલો વરસાદ જ ેટલો જૂ નો ગણાય તેટલો જ વીસ દિવસ પહે લાંનો વરસાદ હવે જૂ નો થયો છે. વંટોળિયો, પવન, ધૂળનાં ઝાપટાં, ગરમીનો બફારો—એ બધું જાણે ઓછુ ં જ હોય તેમ અળાઈઓએ આવીને બધાને અસ્વસ્થ કરી મૂક્યા. પેટમાં ન માય એવી 257


કોઈની છાની વાત સાંભળ્યા પછી જ ે અસ્વસ્થતા અનુભવાય છે તેવી જ અસ્વસ્થતા આ અળાઈને કારણે થાય છે. રાત્રે પવનનું વાવાઝોડુ ં આવ્યું એમાં ધૂળની હે લી. આ ‘કોરો વરસાદ’ તાપ કરતાં પણ વધારે અકળાવનારો હોય છે. પણ એની સામે ફરિયાદ કોની આગળ કરાય? રાત ગઈ, સવાર આવી અને એની સાથે અસહ્ય છતાં સહન કરવો પડતો તાપ આવ્યો. આટલા તાપમાં મિજાજ ઠેકાણે રાખવાનું કામ કેટલું અઘરું છે? એ કાં તો હિં દુસ્તાનનો દુદૈંવી ખેડૂત જાણે અથવા દર ઉનાળે કાંઈક ને કાંઈક ગાંડપણ કરી બેસનાર હિં દુસ્તાનની ગોરી સરકાર જાણે. પણ જો દરે ક વસ્તુને અંત હોય છે તો આ તાપને અંત કેમ ન હોય? તાપના ત્રાસથી વિશ્વવ્યાપી વિષ્ણુનું હૈ યું (આકાશ) પીગળ્યું. ઘનશ્યામે વાદળાં મોકલ્યાં. જગન્મિત્ર પવને પૂરતી મદદ કરી અને આભમાંથી વરસાદ તૂટી પડ્યો. શો એ ક્ષણનો ઉન્માદ! ઝાડો ડોલવા લાગ્યાં, પક્ષીઓ મહાલવા લાગ્યાં, ધૂલિધૂસર આકાશ નાહીને સાફ થયું અને અભિતપ્ત ધરા, જ ેટલો વરસાદ આવે તેટલો ધરાયા વિના પીવા લાગી. જ્યાંત્યાં સંતોષ સંતોષ અને સંતોષ. ઉનાળાના તાપથી અકળાયેલી સૃષ્ટિને જાણે

હસતી હોય તેમ કોયલો આખો ઉનાળો મધુર કંઠ ે ગાતી હતી. તેમને વરસાદ કેવો રુચ્ચો તે જાણવું મુશ્કેલ છે, પણ હજીયે વરસાદનું પાણી એમને ‘રુજાકર’ નીવડ્યું ન હતું. એટલે એમ માનવાને વાંધો નથી કે કોયલોને પણ પંચમ સ્વર જ ેટલો જ શુદ્ધ આનંદ થયો હતો. સાચો વર્ષાવતાર તો આજ ે જ ગણાય. તે દિવસે વરસાદ પડ્યો હતો ખરો, પણ તે વર્ષાઋતુની આગાહી કરવા નહીં. પરં તુ હજી વરસાદની શરૂઆત થઈ નથી, હજી ઘણી વાર છે એમ કહે વા માટે જ એ આવ્યો હતો એમ હવે જણાય છે. કોઈ દેણદાર લાંબા વખત સુધી પૈસા પાછા ચૂકવે નહીં અને આપણી ધીરજ ખૂટ ે એટલે એક દિવસ અચાનક દર્શન દઈ ઠાવકું મોઢું રાખીને ‘તમારા પૈસા મારે આપવા છે, હં ુ ભૂલી નથી ગયો, હો. જરાક હાથ છૂટો થશે તો ચારછ મહિનામાં જરૂર સગવડ કરીશ અને તમારા અરધા પૈસા તો ઓણ સાલ આપવાની આશા રાખું જ છુ ,ં પછી તો ઈશ્વર જાણે.’ એમ કહી દે પછી આપણી જ ે દશા થાય તેવી જ દશા પેલા વરસાદે કરી હતી. 10-6-’30

લુચ્ચો વરસાદ

હં ુ તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાનો. એ બહુ લુચ્ચો છે. બપોરે હં ુ સૂઈને ઊઠ્યો ત્યારે બારણાં બંધ હતાં. બહાર વરસાદ વરસતો હતો તેનો અવાજ આવતો હતો. મને લાગ્યું કે તે હસે છે. ખરે ખર એના અવાજ ઉપરથી તો તે હસતો જ જણાતો હતો. હં ુ દોડતો દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો. ત્યાં જઈને જોઉં છુ ં તો ભાઈસા’બ ધોધમાર રુએ છે! 258

પરમ દહાડે બપોરે હં ુ તેની સાથે ખૂબ રમ્યો. પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતી કાલે સવારે તો મારે નિશાળે જવું છે માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ. પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો. ભલે, એ જો સવારે વહે લો આવ્યો હોત તો એનું બહાનું કાઢીને નિશાળે તો ન જાત! પણ એનો વિચાર તો મને ખાસ પજવવાનો જ હતો એટલે એ વહે લો શાનો જ આવે? અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને [ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


બોલ્યો, “ચાલો રમવા.” એ તે કેમ બને? નિશાળે જતાં વાર થઈ તેથી મારની બીકે હં ુ ધ્રૂજતો હતો. મહે તાજીને લાગ્યું કે હં ુ વરસાદ સાથે લડ્યો અને પલળીને ઠરી ગયો તેથી ધ્રૂજતો હોઈશ. વરસાદનો સ્વભાવ પણ કેટલો વિચિત્ર! જ્યારે જ્યારે એની સાથે રમવા જાઉં છુ ં ત્યારે એ કદી સીધી રીતે રમતો જ નથી. પોતે પહે લો પડે છે અને પછી મને પણ સાથે પાડે છે. એ પડે છે ત્યારે એને તો કંઈયે વાગતું નથી. પણ મને તો વાગે છે. અને વળી મારાં કપડાં પણ બગડે છે તે વધારાનું. મારું દુઃખ જોઈને મોઢેથી તે હસે છે અને આંખેથી રુએ છે! રાત્રે પણ એ નિરાંતે નથી સૂતો. મેં એને કેટલીય વાર કહ્યું કે ઉનાળામાં આવજ ે. તડકો બહુ પડે ત્યારે તારી સાથે રમવું મને બહુ ગમે. પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ પધારે છે. કોઈ દહાડો બહાર જતી વખતે જો હં ુ સાથે છત્રી લેતાં ભૂલી ગયો હોઉં તો એ જરૂર આવવાનો. પણ જો હં ુ મારી પેલી નવી સ્વદેશી છત્રીનો ભાર

સાથે ઉપાડીને ફરું તો એ દૂરથી જ ડોક્યિું કરે . મોર સાથે પણ એ એવા જ ચાળા કરે છે. ભલેને મોર એની તરફ જોઈ જોઈને એને આખો દહાડો બોલાવ બોલાવ કરે ; પણ એ આવે જ નહીં. અને પછી ઓચિંતો આવીને એટલા જોસથી એના પર હસતો હસતો કૂ દી પડે કે મોરનાં સુંદર આંખોવાળાં પીછાં ભીંજવી નાખે અને એની બિચારાની બધી શોભા બગાડી નાખે. ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. કૂ કડો તો એનાથી ત્રાસી જ જાય છે. ગાયબળદને પણ એમ જ હે રાન કરે છે. બકરાં તો એનાથી એટલાં ગભરાય છે કે વાત ના પૂછો. બસ, એક બતક અને ભેંસ એ બે એનાથી ખુશ ખુશ રહે છે. પણ હં ુ તો નથી ધોળી બતક કે કાળી ભેંસ. માટે હં ુ તો હવે આજથી વરસાદ સાથે રમવાનો નથી. [કાલેલકર ગ્રંથાવલિ 3માંથી સંપાદીત] 

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા સપ્ટેમ્બર, ૨૦૧૮

નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી ઉમેશભાઈ શિ. રાણા, બાઇન્ડિંગ વિભાગ, શ્રી યજ્ઞેશભાઈ જ. ત્રિવેદી, પ્રકાશન વિભાગ,

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

•  ૧૧ – ૦૯ – ’૬૪

• જ. તા.  ૦૯ – ૦૯ – ૧૯૬૩

શ્રી બિભાષભાઈ કૃ . રામટેકજી, ઑફસેટ વિભાગ,

•  ૨૬ – ૦૯ – ’૫૯

259


સ્ત્રી વિશે ગાંધીદૃષ્ટિ : મો. ક. ગાંધી દેશની સંસ્કૃતિ અને સભ્યતા વિશે ગૌરવ લેવાની વાત સાથે જો વર્તમાન સમયમાં દેશમાં બની રહે લી ઘટનાને જોડીએ તો ગૌરવને બાજુ એ મૂકીને શરમથી માથું નમાવવું પડે તેવી સ્થિતિ આવી પડી છે. વિશેષ કરીને મહિલાઓ પર થતી બળાત્કારની ઘટના જ ે રીતે બની રહી છે, તે આઘાતજનક છે. જ ે ઘટનાઓ બની રહી છે, તે ભય પ્રસરાવે તેવી છે. મહિલાઓ પર થતાં આ પ્રકારના અત્યાચાર વિશે ગાંધીજીએ તત્કાલિન સમયે અગ્રતા આપીને થોકબંધ સાહિત્ય લખ્યું છે. તેમાંથી ગાંધીજીના કેટલાક વિચાર અહીં મૂકીએ છીએ. સંભવત્ હાલની સ્થિતિનો તેમાં કોઈ ઉકેલ મળી શકે.

અબળા નહીં સ્ત્રીને અબળા જાતિ કહે વી એ તેની બદનક્ષી કરવા બરાબર છે, એ પુરુષનો સ્ત્રી પ્રત્યેનો અન્યાય છે. બળનો પશુબળ એવો અર્થ કરવામાં આવતો હોય, તો સાચે જ પુરુષ કરતાં સ્ત્રી ઓછા પ્રમાણમાં પશુ છે. બળનો ક્યાંય નૈતિક બળ એવો અર્થ કરવામાં આવતો હોય તો સ્ત્રી પુરુષ કરતાં ક્યાંયે ચડિયાતી છે, તેનામાં અંતઃસ્ફુરણા વધારે પ્રમાણમાં નથી? તે વધારે પ્રમાણમાં ત્યાગપરાયણતાવાળી નથી? તેનામાં વધારે પ્રમાણમાં સહનશક્તિ નથી? તે વધારે હિં મતવાળી નથી? તેના વિના પુરુષની હસ્તી હોત જ નહીં. અહિં સા આપણા જીવનનો કાયદો હોય તો ભાવિ સ્ત્રીઓને પક્ષે છે. સ્ત્રીના કરતાં, હૃદયને વધારે અસરકારક અપીલ બીજુ ં કોણ કરી શકે?

260

સ્ત્રીને જો પુરુષે નીચોવી ન હોત અથવા સ્ત્રી ભોગમાં પડી પુરુષને વશ ન રહી હોત તો સ્ત્રી પોતાની અનંત શક્તિ જગતને બતાવી શકત. જ્યારે પુરુષોના જ ેટલો જ અવકાશ સેવાકાર્યને સારું તે મેળવી લેશે, પોતાની સંઘશક્તિ વધારી મૂકશે, ત્યારે આ દેશને અને જગતને તેની અદ્ભુત શક્તિનું દર્શન થશે. સ્ત્રીને હં ુ આત્મભોગની મૂર્તિ સમજુ ં છુ ,ં પણ કમનસીબે આજ ે સ્ત્રીઓ પુરુષો કરતાં પોતે કેટલી બધી વધુ શક્તિશાળી છે એ સમજતી નથી. ટૉલ્સ્ટૉયની ભાષામાં કહીએ તો તેઓ પુરુષોની મોહિની અસરમાં આવી ગયેલી છે. જો તેઓ અહિં સા કેટલી ઉમદા છે એ સમજી જાય તો તેઓ અબળા તરીકે ઓળખાવા રાજી નહીં થાય.

[ ઑગસ્ટ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સ્થાનની વિકૃતિ સ્ત્રી એ પુરુષની સહચારિણી છે, તેના સરખા જ મનવાળી છે. પુરુષની બધી પ્રવૃત્તિ સૂક્ષ્મતાએ જાણવાનો તેને અધિકાર છે, જ ેટલી છૂટ પુરુષ ભોગવે છે તેટલી જ તેને ભોગવવાનો હક છે. અને જ ેમ પુરુષ પોતાના ક્ષેત્રમાં સર્વોપરી છે તેમ સ્ત્રી પોતાના ક્ષેત્રમાં છે. આ સ્થિતિ સ્વાભાવિક હોવી જોઈએ. એ કાંઈ અક્ષરજ્ઞાનનાં પરિણામ નહીં હોય. અજ્ઞાનરૂપી અંધકૂ પમાં ડૂ બેલા જડ પુરુષો પણ કૂ ડી પ્રથાને લીધે, ન શોભી શકે, ન ભોગવી શકે તેવો અધિકાર સ્ત્રીઓ ઉપર ભોગવે છે. સ્ત્રીઓની આ દશાને લીધે આપણી ઘણી પ્રવૃત્તિઓ અડધે જઈ અટકી પડે છે. કાયદાકાનૂન ઘડનાર પુરુષે, કહે વાતી અબળાજાતિ પર જ ે અધઃપતન લાદ્યું છે તેને માટે તેને ભયંકર શિક્ષા ભોગવવી પડશે. પુરુષની જાળમાંથી મુક્ત થઈને, સ્ત્રીજાતિ પુરુષે બનાવેલા કાયદાકાનૂનો સામે બળવો પોકારશે ત્યારે અહિં સક હોવા છતાં તેનો બળવો ઓછો અસરકારક નહીં હોય. સ્ત્રીએ અનેક સૂક્ષ્મ રીતે પોતાની આકર્ષણશક્તિનો ઉપયોગ પુરુષ પાસેથી તેની સત્તા આડકતરી રીતે ઝૂંટવવા માટે કર્યો છે. પુરુષની કોશિશ આ પ્રયત્નને નિષ્ફળ કરવાની રહી છે. પણ તેમાં તે ફાવ્યો નથી. પરિણામે બંને ખાડામાં પડ્યાં છે એમ કહીએ તો ચાલે. આ ગંભીર પરિસ્થિતિનો ઉકેલ ભારતવર્ષની સુશિક્ષિત બહે નોએ કરવો ઘટે છે. આપણી પરિસ્થિતિને પ્રતિકૂ ળ પાશ્ચાત્ય રીતરિવાજની નકલથી આપણું કોકડુ ં ઉકેલી શકાય એમ નથી. આપણે તો હિં દુસ્તાનની પરિસ્થિતિ અને આપણા રાષ્ટ્રીય સ્વભાવને અનુકૂળ ઉપાયો શોધવાના રહ્યા. બહે નોનું કર્તવ્ય આપણું नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૮]

સ્ત્રીઓને યોગ્ય શિક્ષણ મળવું જોઈએ એમ હું માનું છું. પણ હું એમ અવશ્ય માનું છું કે સ્ત્રી પુરુષની નકલ કરીને કે તેની સાથે દોડમાં ઊતરીને જગતના હિતમાં પોતાનો ફાળો નહીં આપી શકે. પુરુષની સાથે એ દોડી તો શકશે, પણ તે પુરુષની નકલ કરવા જશે તો જે ઊંચાઈ સુધી ચડવાની પોતાની શક્તિ છે ત્યાં લગી ચડી નહીં શકે

વાતાવરણ શુદ્ધ રાખવાનું, આપણા નિશ્ચયોમાં દૃઢતા અને નિશ્ચલતા લાવવાનું, દિગ્મૂઢતાના દોષમાંથી બચાવવાનું, આપણી સભ્યતા અને સંસ્કૃતિનાં સર્વોત્તમ તત્ત્વને પોષવાનું અને તેમાંનાં દૂષણો દૂર કરવાનું છે. આ કામ સીતા, દ્રૌપદી, સાવિત્રી, દમયંતી જ ેવી પ્રાતઃસ્મરણીય સતીઓ જ જન્મ લઈ કરી શકે. માત્ર ધાંધલ અથવા આકર્ષણશક્તિ કેળવવાથી થઈ શકે એમ નથી. પુરુષોએ તેમને પાડી છે, પુરુષોએ તેમના પતનને માટે અનેક જાળો રચી છે, અને સાંકળને પણ એમણે સુવર્ણની સાંકળો તરીકે વર્ણવી છે, એટલે એ બાપડી પુરુષની પાછળ ખેંચાઈ છે. સ્ત્રીને પતિને પણ ના પાડવાની કળા શીખવવી, પતિના હાથમાં માત્ર ભોગનું સાધન કે ઢીંગલી થઈને રહે વું એ એનું કર્તવ્ય નથી. એને જ ેમ કર્તવ્ય છે તેમ હક પણ છે. પુરુષે સ્ત્રીને કઠપૂતળી સમજી લીધી છે. સ્ત્રીને પણ આ કોઠે પડી ગયું છે અને તેમને પણ આ પરિસ્થિતિમાં આનંદ આવવા લાગ્યો છે, કારણ કે પતનને માર્ગે જનાર વ્યક્તિ કોઈ બીજાને પણ સાથે ખેંચે છે ત્યારે પતનની ક્રિયા સરળ લાગે છે. 261


યોગ્ય શિક્ષણ સ્ત્રીઓને યોગ્ય શિક્ષણ મળવું જોઈએ એમ હં ુ માનું છુ .ં પણ હં ુ એમ અવશ્ય માનું છુ ં કે સ્ત્રી પુરુષની નકલ કરીને કે તેની સાથે દોડમાં ઊતરીને જગતના હિતમાં પોતાનો ફાળો નહીં આપી શકે. પુરુષની સાથે એ દોડી તો શકશે, પણ તે પુરુષની નકલ કરવા જશે તો જ ે ઊંચાઈ સુધી ચડવાની પોતાની શક્તિ છે ત્યાં લગી ચડી નહીં શકે. સ્ત્રીએ તો પુરુષની પૂર્તિરૂપ બનવું રહ્યું છે. પુરુષ જ ે કરી જ ન શકે તે એણે કરવાનું છે.

સ્વરક્ષણ જ ેઓ સીતાને રામને વશ વર્તનારી દાસી માને છે તેઓ તેના સ્વાતંત્ર્યની ઉચ્ચતા અને દરે ક વસ્તુમાં એને વિશેનો વિચાર અને આદર કળી શકતા નથી. સીતા નિરાધાર નિર્બળ સ્ત્રી હતી ને તેનામાં પોતાની કે પોતાના શિયળની રક્ષા કરવાની શક્તિ નહોતી એવું જરાયે નથી. …પોતાના રક્ષણને માટે સ્ત્રીઓ પુરુષોનો આધાર શા સારુ લે? પ્રાચીન કાળમાં દ્રૌપદીએ રાખ્યો હતો, તેમ તેમણે કેવળ પોતાની શક્તિ અને ચારિત્ર્યની શુદ્ધતા પર અને ઈશ્વર પર જ આધાર રાખવો.

સાચું સ્થાન જીવનમાં જ ે જ ે પવિત્ર અને ધાર્મિક છે તે બધાની સ્ત્રીઓ વિશેષ રૂપમાં રક્ષક હોય છે. સ્વભાવે રૂઢિચુસ્ત હોઈ, જ ેમ તેઓ તેમનો વહે મી સ્વભાવ જલદી છોડતી નથી તેમ જીવનમાં જ ે જ ે પવિત્ર અને ઉદાત્ત હોય છે તે બધાને પણ સહે લાઈથી છોડતી નથી. સ્ત્રીને વિશે સામાન્યપણે એમ કહી શકાય કે તે પતિથી નોખું કાર્ય નહીં કરતી હોય, સંતતિની સંભાળ રાખવાનું ને ઘર સંભાળવાનું કામ જ ેવુંતેવું નથી. ધર્મ તો સ્ત્રીને અર્ધાંગના, સહધર્મિણી ગણે છે. 262

પતિ પત્નીને ‘દેવી’ કહીને બોલાવે છે. તેનાથી કોઈ નામોશી નથી થતી. …જ ે સ્ત્રી પોતાનું કર્તવ્ય સમજ ે અને તેને પૂરું કરે છે, તેને ગરિમામય પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. એ જ ે ઘરની રાણી છે, તેની દાસી નહીં પરં તુ સ્વામિની છે. પણ કોઈ ને કોઈ કારણે પણ બન્યું છે એમ કે યુગયુગાંતરથી પુરુષ સ્ત્રીના પર સત્તા ભોગવતો આવ્યો છે અને તેને પરિણામે સ્ત્રીએ પણ પોતાને વિષે એક જાતની કનિષ્ઠ ભાવના કેળવી છે. પુરુષે આપમતલબીપણાથી તેનામાં સીંચેલી ‘સ્ત્રી પુરુષના કરતાં નીચી છે’ એ ભાવનામાં તે માનતી આવી છે. પણ પુરુષોમાં જ ે સત્યદર્શી હતા તેમણે તો સ્ત્રીનો સમાન દરજ્જો કબૂલ રાખ્યો છે. આમ છતાં એમાં શક નથી કે ક્યાંક ને ક્યાંક એક ચોક્કસ સ્થળેથી સ્ત્રી અને પુરુષ બેઉનાં કાર્યક્ષેત્ર નોખાં ફં ટાય છે. મૂળ પાયે બેઉ એક છતાં એ વાત પણ તેટલી જ સાચી છે કે આકારમાં બેઉ વચ્ચે ભારે ફે ર પડી જાય છે.

જાતીગત સમાનતા સ્ત્રીઓના અધિકારો વિશે એક બાબતમાં હં ુ જરાય પડતું મેલવા તૈયાર નથી. મારા મત પ્રમાણે કાયદાએ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જાતની અસમાનતા રાખવી ન જોઈએ. દીકરા અને દીકરી વચ્ચે કોઈ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ. જાતીય સમાનતાનો અર્થ કંઈ એવો નથી કે બંનેએ ધંધા પણ એક જ કરવા. શિકાર મારવા નીકળવું અગર તો ભાલાફેં કમાં પાવરધા થવું એ સામે સ્ત્રીને સારુ સ્ત્રી તરીકે કાયદેસરની મનાઈ ભલે ન રાખવામાં આવે, પણ અંતરપ્રેરણાથી જ એવા કામથી સ્ત્રી મોં ફે રવશે. એવું કામ પુરુષ જ કરે . કુ દરતે સ્ત્રી-પુરુષ બેઉને એકબીજાંની અવેજી થવા સારુ નહીં પણ એકબીજાનાં પૂરક થવા સારુ [ ઑગસ્ટ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સર્જ્યાં છે. તેમનાં કામો તેમના દેહના ઘડતરની પેઠ ે જ કુ દરતે નક્કી કરી આપ્યાં છે. કાયદાઓ ઘડવાનું કાર્ય ઘણે ભાગે પુરુષોને હસ્તક રહે લું છે. તેણે હં મેશાં વિવેકદૃષ્ટિ વાપરે લી જોવામાં નથી આવતી ત્યારે સ્ત્રીજાતિની અવનતિ દૂર કરવામાં મહાભગીરથ પ્રયત્ન તો હિં દુ ધર્મશાસ્ત્રમાં જ સ્ત્રીઓને વિષે રહે લા આક્ષેપો દૂર કરવાનો છે. એ પ્રયત્ન કોણ કરે અને કેમ થઈ શકે? મારી અલ્પમતિ પ્રમાણે મુખ્યત્વે એ પ્રયત્ન કરવાને સારુ આપણે સીતા, દમયંતી, દ્રૌપદીના જ ેવી પવિત્રતાવાળી, તેઓના જ ેવી અતિશય આગ્રહવાળી, સંયમી સ્ત્રીઓ પેદા કરવી પડશે. એ વેળા, આ સતીઓને પૂજનારો હિં દુ સંસાર આધુનિક સતીઓને પણ પૂજશે, તેઓનાં વચન શાસ્ત્રપ્રમાણ જ ેવાં ગણી હિં દુ સંસાર ઝીલી લેશે, અને સ્મૃતિઆદિમાં રહે લા કટાક્ષોથી આપણે લાજીશું અને તેને ભૂલી જઈશું. આવાં પરિવર્તન હિં દુ ધર્મમાં સદાય થતાં આવ્યાં છે અને થશે. તેથી એ ધર્મ આજ લગી નભી રહ્યો છે અને નભ્યા કરશે. હં ુ સ્ત્રી કે પુરુષનો ભેદ કરતો જ નથી. સ્ત્રીઓએ પણ પુરુષોના જ ેટલું જ સ્વતંત્ર થવું જોઈએ. શૂરાતન કંઈ પુરુષજાતનો ઇજારો નથી. આજ ે બહે નો રાજકારણમાં ઓછો ભાગ લે છે. લે છે તે સ્વતંત્ર વિચાર નથી કરતી; જ ેમ તેનાં માબાપ કે પતિ કહે તેમ કરે છે અને પોતાનું પરાધીનપણું જોઈ સ્ત્રીઓના ખાસ હકની દલીલ ઉપર નજર નાખે છે. આમ કરવાને બદલે સ્ત્રીઓ બધી બહે નોને મતદારનાં પત્રક ઉપર ચડાવે, તેને વહે વારુ કેળવણી આપે કે અપાવે, તેમને સ્વતંત્ર વિચાર કરતી કરી મૂકે, ન્યાતજાતની જંજાળમાંથી છૂટે ને પુરુષો જ તેમની શક્તિ ને તેમનો ત્યાગ ઓળખીને તેમને આગળ મૂકે એવો વખત આણે.

યુગયુગાંતરથી પુરુષ સ્ત્રીના પર સત્તા ભોગવતો આવ્યો છે અને તેને પરિણામે સ્ત્રીએ પણ પોતાને વિષે એક જાતની કનિષ્ઠ ભાવના કેળવી છે. પુરુષે આપમતલબીપણાથી તેનામાં સીંચેલી ‘સ્ત્રી પુરુષના કરતાં નીચી છે’ એ ભાવનામાં તે માનતી આવી છે. પણ પુરુષોમાં જે સત્યદર્શી હતા તેમણે તો સ્ત્રીનો સમાન દરજ્જો કબૂલ રાખ્યો છે

આપણે પુરુષોના તાબામાં છીએ અથવા તેમનાથી ઊતરતાં છીએ એમ સ્ત્રીઓએ માનવાની કશી જરૂર નથી. ભાષાઓમાં વપરાતા શબ્દો પોકારીને જણાવે છે કે સ્ત્રી પુરુષનું અર્ધું અંગ છે અને એ જ ન્યાયે કહી શકાય કે પુરુષ સ્ત્રીનું અર્ધું અંગ છે. એટલે સ્ત્રી અને પુરુષ ચેતનના બે સ્વતંત્ર અલગ ઘટકો નથી પણ એક જ સંપૂર્ણ ઘટકનાં બે અર્ધાં અર્ધાં અંગ છે. અંગ્રેજી ભાષા તો વળી આગળ વધીને સ્ત્રીને માણસના બે અંગમાંથી વધારે ચડિયાતું અંગ કહે છે. તેથી જ ે જ ે ખોટા અને અનિષ્ટ અંકુશો સ્ત્રીઓ પર હોય તે બધાની સામે સવિનય બંડ ઉઠાવવાને હં ુ તેમને આગ્રહ કરું છુ .ં અંકુશ લાભદાયી તો જ નીવડે જો સ્વેચ્છાથી ને રાજીખુશીથી સ્વીકારે લો હોય. સવિનય બંડથી કોઈને નુકસાન થવાનો સંભવ નથી. બંડ કરનારની શુદ્ધતા અને સમજપૂર્વકનો વિરોધ એ બે સવિનય બંડનાં મુખ્ય લક્ષણો છે. ભાઈઓએ બહે નોને પહે લી જગા આપતાં શીખવું જોઈએ, જ ે દેશમાં સ્ત્રીઓને માનઆબરૂ મળતાં નથી તે સંસ્કારી ન ગણાય. [મહાત્મા ગાંધીના વિચારોમાંથી સંકલિત] 

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૮]

263


ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહેલાં ચંદુલાલ ભગુભાઈ દલાલ યુદ્ધમાં અંગ્રેજોને સાથ આપવાને લઈને જ ે લશ્કરભરતીનું કાર્ય ગાંધીજીએ ખેડા સત્યાગ્રહ બાદ તુરંત ઉપાડ્યું હતું, તેના આહવાન સાથે જ આ મહિનાનાં કાર્યનો આરં ભ થાય છે. સુરતમાં પહે લી તારીખે આપેલાં ભાષણમાં ગાંધીજી કહે છે કે, “આપણે સામ્રાજ્યમાં સરખો હક ભોગવવા માગીએ છીએ તો તેને હાલની આફતમાંથી આપણે ઉઠાવવું જોઈએ અને તો જ સરખો હિસ્સો લેવા લાયક થયેલા ગણાઈશું.” અંગ્રેજોના સાથ આપવા અર્થે ગાંધીજીની પહે લ પ્રજાને ત્યાં કહે વા સુધી જાય છે કે, “જ ે પ્રજાને કિલ્લાની દિશાની ખબર નથી, તોપ કેમ ફોડવી તેની ખબર નથી, સરહદ પરના બચાવના બાંધકામની પરિસ્થિતિની ખબર નથી, [તેણે] તે બધું જાણવું હોય તો પાંચ લાખ માણસની ભરતી કરી આપવાની જ ે ઉત્તમમાં ઉત્તમ તક હિં દને મળી છે તે લેવાને કદી ચૂકવું નહીં જોઈએ.” અંગ્રેજોના સાથે ખભા મિલાવીને યુદ્ધમાં ઉતારવાનો ગાંધીજીના આ પ્રયાસને અંગ્રેજ સરકાર પણ ટેકો આપે છે અને તે અર્થે ગુજરાતની એક લશ્કરી ટુકડી બનાવવાની ગાંધીજીની દરખાસ્તને સ્વીકારાય છે. બૉમ્બે ક્રોનિકલના તત્કાલિન તંત્રી બી. જી. હોર્નિમેનને પત્રમાં તેઓ ત્યાં સુધી જણાવે છે કે, “ખરે જ મને તો લશ્કરભરતીનું ગાંડુ ં લાગ્યું છે. હં ુ બીજુ ં કશું કરતો નથી, બીજુ ં કશું વિચારતો નથી, બીજા કશાની વાત કરતો નથી.” જોકે ગાંધીજીના લશ્કરભરતીના સંકલ્પને તેમને જીવનમાં આવેલી મોટામાં મોટી માંદગી મોળો કરે છે. આ માંદગી કેટલી તીવ્ર હતી તેનો ઉલ્લેખ સાક્ષર આનંદશંકર ધ્રુવને લખેલા પત્રમાં દેખાય છે, જ ેમાં તેઓ લખે છે કે, “બે દહાડા બેભાન જ ેવી સ્થિતિમાં રહ્યો, અને આખો વખત બરાડા પાડવાની ઇચ્છા થયા જ કરી.” આ બીમારીનો અંત આ માસમાં તો આવતો નથી એટલે જ સી. એફ. ઍન્ડ્રૂ ઝને લખે છે : “મારી તબિયત સુધરતી જાય છે. પ્રગતિ કંટાળો આવે એટલી ધીમી છે.” શરૂઆતમાં લશ્કરભરતીનો ઉત્સાહ આ માસના બીજા અઠવાડિયે આવેલી માંદગીથી મંદ પડ્યો હોવા છતાં પત્રનો દોર એ જ ગતિએ અવિરત છે અને આ સ્થિતિમાં પણ તેઓના લખાણમાં પૂરતી સ્વસ્થતા દેખાય છે અને ક્યાંક ક્યાંક તો સૌંદર્યદૃષ્ટિની છાયા પણ પડે છે. જ ેમ કે દક્ષિણ આફ્રિકાના સાથી ગ્રેહામ પોલાકનાં પત્ની મિલીને દેશમાં ઝઝૂમી રહે લા દુકાળના ભય બાદ આવેલા વરસાદ વિશે તેઓ લખે છે : “મારી સામે ધોધમાર પડતી ભવ્ય વૃષ્ટિ હં ુ નિહાળી રહ્યો છુ .ં ” માંદગીમાં તેઓ લડાઈમાં નહીં જવાય તેવું સ્વીકારી લે છે અને પુત્ર દેવદાસને સંબોધીને જ ે લખે છે તે અતિ અગત્યનું છે : “માનવજાતિની સેવા એ છેવટે તો પોતાની જ સેવા છે. અને પોતાની સેવા એટલે આત્મશુદ્ધિ. હં ુ શી રીતે વધારે શુદ્ધ થઈ શકું એ સવાલ મારી આ માંદગી દરમિયાન મારા મનમાં ઘોળાયા કર્યો છે.”

૧૯૧૮—ઑગસ્ટ 1 સુરત : સોરાબજી શાહપુરજી અડાજણિયાના કુ ટુબ ં ને દિલસોજી 1 આપી.  મૉંટેગ્યુના સુધારા વિશે અને હોમરૂલ મેળવવા માટે શહે નશાહતને 1. આ ગૃહસ્થ દક્ષિણ આફ્રિકામાંની લડતમાં ગાંધીજીના સાથી હતા. એમનું અવસાન તા. 23-7-18ના રોજ જોહાનિસબર્ગમાં થયું હતું.

264

મદદ કરવાની જરૂર વિશે ભાષણ; સ્થળ આર્યસમાજ હૉલ, ભાષણ અણધાર્યું હોવાથી હાજરી બહુ ઓછી. 2 નડિયાદ. 3 નડિયાદ. અમદાવાદ. 4 અમદાવાદ. નડિયાદ. 5 [અમદાવાદ]. 6થી 7 (સુરત). [ ઑગસ્ટ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


8 અડાજણ : સ્વ. અડાજણિયાના કુ ટુબ ં ીજનોને ખરખરો કર્યો.  સુરત : હોમરૂલ લીગના કાર્યકરો સમક્ષ પ્રવચન. એક જાણકારને કહે ‘તમારે કાગળોમાં “મહાત્મા”નું સંબોધન કરવું.’ 9 [નડિયાદ]. 10 નડિયાદ.  અમદાવાદ. 11 અમદાવાદ.  નડિયાદ : મરડાની માંદગી શરૂ થઈ. 12થી 21 નડિયાદ : માંદગી ચાલુ.

22 નડિયાદ : માંદગી ચાલુ; તાવ આવે; દવા ન લે; કુ દરતી ઉપાય અજમાવે; ડૉ. તળવળકરે અને ડૉ. કાનુગાએ અમદાવાદથી આવીને તપાસ્યા. 23 અમદાવાદ.  નડિયાદ : બંને ડૉક્ટરો ગાંધીજીને અમદાવાદ લાવ્યા; ઉતારો શેઠ અંબાલાલને ત્યાં. 24થી 31 અમદાવાદ : માંદગી ચાલુ, શેઠ અંબાલાલને બંગલે સારવાર ચાલુ. 

‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ / Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ

નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા  બ્રાન્ચૹ આશ્રમ રોડ કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડ : 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ – 380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધ : બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે ‘નવજીવન ટ્રસ્ટ’ના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે.

नवजीवन નો અક્ષરદેહ [ ઑગસ્ટ ૨૦૧૮]

૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

265


नवजीवनનો અક્ષરદેહના ચાહકો – વાચકો – ગ્રાહકોને પ્રચારકાર્ય સ્વાવલંબી હોવું જોઈએ. પત્રિકાઓ મફત ન અપાય. પરોપકારી મુદ્રણાલય તે ઓછે દામે અથવા મફત છાપી આપે. તેનું પડતર દામ લોકોની ઉપર પડે, કાં તો એક જણ પોતાના ઓળખીતામાં પત્રિકા મફત આપવા માગે તે દામ આપીને લે, અથવા લોકોમાં જ ે જિજ્ઞાસુ હોય તે પત્રિકાઓ ખરીદે. મફત મળેલી પત્રિકાઓ ઘણી પસ્તીમાં જાય છે. … પણ જો વાંચનારે તેને સારુ પાઈ પણ આપી હોય તો આપણે અનુમાન કરી શકીએ કે તેણે તેમાંનું કંઈક તો વાંચ્યું હશે. મો. ક. ગાંધી (હરિજનબંધુ ૨૬-૩-૧૯૩૩)

વાચક મિત્રો, આપ ‘नवजीवनનો અક્ષરદેહ’ સામયિકથી પરિચિત છો. માર્ચ, ૨૦૧૩માં તેનો પ્રથમ અંક પ્રકાશિત થયો ત્યારથી કે એ પછીના કોઈ ને કોઈ અંકથી આપ આ સામયિકના વાચક હશો. ખૂબ જ ટૂ કં ા ગાળામાં આ સામયિકે ગુજરાતની ગાંધીવિચાર-શિક્ષણ-સાહિત્ય-પ્રકાશન સંસ્થાઓ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં આગવી છાપ બાંધી છે. ગાંધીવિચારના પ્રચાર-પ્રસાર માટે જ્યાં સૌથી વધુ અવકાશ છે, તેવા યુવાવર્ગ સાથે પણ સામયિકે નાતો બાંધ્યો છે. આવા યુવા વાચકો સહિત ઘણા વડીલજનોના પ્રેમભર્યા આગ્રહથી જ ‘नवजीवनનો અક્ષરદેહ’ ઑક્ટોબર, ૨૦૧૪થી વિના મૂલ્યેના બદલે પડતર મૂલ્ય કરતાં અડધા દરે વાર્ષિક ₨ ૧૫૦/- ના લવાજમ સાથે શરૂ થયું. લવાજમ શરૂ કરતાં પહે લાંના ત્રણ મહિનાના અંકમાં તેની જાહે રાત — ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો – વાચકો – ગ્રાહકોને — કરવામાં આવી. જ ેથી આ સામયિક મેળવવા ઇચ્છનાર કોઈ પણ વ્યક્તિ – સંસ્થાના ધ્યાન બહાર આ સુધારો ન રહી જાય. નવજીવનના આ પગલાનો ત્વરિત પ્રતિસાદ સાંપડ્યો. લવાજમ આવવાનાં શરૂ થઈ ગયાં. કેટલાક વાચકોએ એકસામટાં દસપંદર લવાજમ ભરીને પોતાના વર્તુળમાં ભેટ રૂપે મોકલવાનો નિર્ણય લીધો. કેટલાક વાચકોએ આજીવન લવાજમ ભરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી. માત્ર દોઢ વર્ષના ગાળામાં ‘नवजीवनનો અક્ષરદેહ’ આ સ્થાને પહોંચ્યું તે ગાંધીવિચારમાં પ્રસ્તુતતા જોતા સૌ માટે આનંદની વાત છે. જોકે હાલના ધોરણે વધુમાં વધુ ત્રણ વર્ષનું લવાજમ સ્વીકારી રહ્યા છીએ. અને લવાજમ ભરનાર સૌને અંક પોસ્ટ દ્વારા મોકલાઈ રહ્યો છે. હા, નવજીવન સાથે સંકળાયેલા લેખક-સંપાદક-અનુવાદક, કેટલીક પ્રકાશન સંસ્થાઓ તથા ગ્રંથાલયો પૈકી કેટલાકનાં લવાજમ ન આવવા છતાં તેમને સામયિક ભેટ રૂપે મોકલવાનું ચાલુ છે. આવનારા સમયમાં આમ ચાલુ રાખવું કે કેમ એ અંગે નિર્ણય લેવાનો રહે છે. કેમ કે નીતિગત ધોરણે લવાજમ શરૂ કર્યા પછી બહુ બધો સમય કૉમ્પ્લિમેન્ટરી કૉપી મોકલવામાં આવે, તો જ ેઓએ લવાજમ ભર્યું છે, તેમને અન્યાય થાય. તેથી જાગ્રત વાચકે તો આ સામયિકનું લવાજમ ભરવું જ રહ્યું. વાચક મિત્રો જ ે વ્યક્તિ – સંસ્થાએ લવાજમ ભર્યું છે, તેઓ અહીં કરવામાં આવેલી અરજને દરગુજર કરે . ઘણી વ્યક્તિ – સંસ્થાઓ ઇચ્છવા છતાં, લવાજમ નહીં ભરી શકી હોય તો વહે લી તકે લવાજમ ભરે અને ‘नवजीवनનો અક્ષરદેહ’ મેળવવા ઇજન આપનાર બની રહે , એ આશા સાથે. વિવેક દેસાઈ તંત્રી 266

[ ઑગસ્ટ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીના જીવનનાં અંતિમ વર્ષોનો દસ્તાવેજ

પ્યારે લાલ લિખિત પૂર્ણાહુતિ

[ચાર ભાગમાં] • કિંમત : દરે ક ભાગના રૂ. ૧૦૦ ગાંધીજીએ પાર કરવાની હતી તે બાધાઓ હમેશાં કેવળ ભૌતિક ભૂમિકા પરની નહોતી; ઘણુંખરું તે નૈતિક અને આધ્યાત્મિક ભૂમિકા પરની હતી. તે હમેશાં તેમના કહે વાતા વિરોધીઓ તરફથી નહીં, પણ ઘણા પ્રસંગોએ, દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ ત્રીસ વરસ જ ેટલા લાંબા ગાળા દરમિયાન તેમણે જ ેમની સાથે કામ કર્યું હતું અને જ ેઓ તેમનો દેહ ભસ્મીભૂત થયા પછી મશાલ ઊંચી પકડી રાખશે એવી જ ેમને વિષે તેમણે ગણતરી રાખી હતી, જ ેમને તેઓ છોડી દેનાર નહોતા અને જ ેમને તેમના વિના ચાલી શકે એમ નહોતું, તેમના તરફથી આવી હતી. આ ગ્રંથનાં પૃષ્ઠોમાં શું છે તેનો સાર આપવાનો પ્રયાસ કરવાનું શક્ય નથી અને ઇચ્છવાજોગ પણ નથી. …એ કાર્ય કેટલું બધું મુશ્કેલ અને નાજુ ક છે અને લેખકે તે કેટલું સરસ રીતે પાર પાડ્યું છે. રાજ ેન્દ્રપ્રસાદ [રાષ્ટ્રપતિ ભવન, ૧૯૫૬]

૨૬૭


આઝાદીના પ્રથમ વરસગાંઠે હિન્દ અને પાકિસ્તાન વિશે કિ. મશરૂવાળાનો આશાવાદ...

૨૬૮


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.