Navajivanno Akshardeh - December 2019

Page 30

નવજીવનમાં સરદાર કથા દિવ્યેશ વ્યાસ

મહાત્મા ગાંધીની સાર્ધ શતાબ્દી તથા ગાંધીજી

સ્થાપિત નવજીવન સંસ્થાની શતાબ્દીના મંગળ ટાણે નવજીવન દ્વારા ૧૬-૧૭ નવેમ્બરે બે-દિવસીય સરદાર કથાનું આયોજન કરાયું હતું. બે દિવસ સરદારના જીવનકાર્ય વિશે વક્તવ્ય આપતાં ‘ગ્રામગર્જના’ તંત્રી મણિલાલ એમ. પટેલે જણાવ્યું હતું કે વલ્લભભાઈમાં હતા તેવા લડાયક નેતા, સૈનિક, સેનાપતિ, સેવક, શાસક, સંગઠક અને સાધુના વિશિષ્ટ ગુણો એકસાથે ભાગ્યે જ કોઈ નેતામાં જોવા મળે. વડાપ્રધાનપદ સ્વેચ્છાએ જતું કરીને તેમનો અનાસક્ત, ત્યાગી અને સાધુચરિત વ્યક્તિત્વની દેશને પ્રતીતિ કરાવી છે. ભારતનો નકશો, સોમનાથ મંદિર, અમૂલ, નર્મદા યોજના અને વલ્લભવિદ્યાનગર તેમનાં જીવંત સ્મારકો છે. સરદાર કોઈ જ્ઞાતિ કે ધર્મના નહીં પણ દેશપ્રેમી કડક શાસક હતા. તેમણે ગાંધીના આદર્શો ને સિદ્ધાંતોને જીવનભર સમજપૂર્વક અપનાવ્યા હતા. મણિલાલ પટેલે જણાવ્યું હતું કે, સરદારમાં વીરવૃત્તિ ભારોભાર હતી, પરં તુ વેરવૃત્તિ તલભાર પણ નહોતી. આઝાદી આંદોલનના અન્ય નેતાઓએ પોતાની ડાયરી લખી, આત્મકથા કે સંસ્મરણો લખ્યાં, પરં તુ સરદારે ભાગ્યે જ કશું લખ્યું હોવાથી તેમના નામે ઘણી ગેરસમજો અને ખોટી માહિતી ફે લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સરદારના મૃત્યુને આટઆટલાં વર્ષો થયાં છતાં લોકો માને છે કે સરદાર જ ેવા નેતા હોવા જોઈએ, સરદાર દેશના પહે લા વડાપ્રધાન હોવા જોઈતા હતા, - એ બતાવે છે કે આ નેતાની કીર્તિ આજ ે પણ લોકોના હૃદયમાં જીવંત છે. સરદાર એક માત્ર નેતા ગણાતા જ ેઓ ગાંધીજીને પણ મોઢામોઢ પોતાની વાત કહી શકતા. પરં તુ નોંધનીય છે કે સરદાર આજીવન ગાંધીજીના શિસ્તબદ્ધ અને સમર્પિત સિપાઈ રહ્યા હતા. ઘણા લોકો ગાંધી અને સરદાર વચ્ચે ભાગલા પાડીને જુ એ છે પણ

426

આપણે ન ભૂલવું જોઈએ કે સરદાર ગાંધીચીંધ્યા માર્ગે જ ચાલ્યા હતા. જો ગાંધીજી ન હોત તો આ દેશને સરદાર મળ્યા ન હોત. સરદારને દેશના પહે લા વડાપ્રધાન નહિ બનવાનો જરાય અફસોસ કે અસંતોષ હોય એવું ક્યાંય જોવા મળતું નથી. ઊલટુ ં નાયબ વડાપ્રધાન તરીકે તેમણે સક્રિયતા દાખવી હતી. બંધારણની રચના હોય કે વિભાજન પછીની સ્થિતિને થાળે પાડવાની કામગીરી હોય કે પછી રજવાડાંઓનું ભારતમાં વિલીનીકરણ હોય, સરદારે નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી હતી અને એકથી વધુ ભાષણોમાં જવાહરલાલ અમારા નેતા છે, એવું બોલેલા છે. નેહરુ અને સરદાર વચ્ચે મતભેદ ચોક્કસપણે હતા, પરં તુ તે સામાન્ય પ્રકારના હતા અને તેમને બંનેને પરસ્પર સ્નેહ અને સન્માનની ભાવના હતી. સરદાર જમણેરી હતા, મૂડીવાદીઓના મિત્ર હતા કે મુસ્લિમવિરોધી હતા, એવા આક્ષેપો કેટલા ખોટા હતા, એની વાત પણ તથ્યો સાથે મણિલાલ પટેલે રજૂ કરી હતી. મણિભાઈએ સરદારનો નવજીવન સાથેનો નાતો પણ સંભાર્યો હતો. અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ તરીકેની સરદારની યશસ્વી કામગીરીને યાદ કરીને જણાવ્યું હતું કે અમદાવાદમાં આજ ે પણ સરદારસાહે બનાં અનેક જીવંત સ્મારકો મોજૂ દ છે.

[ ડિસેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.