Navajivanno Akshardeh January 2017

Page 1

વર્ષૹ ૦૫ અંકૹ ૦૧ સળંગ અંકૹ ૪૫ • જાન્યુઆરી ૨૦૧૭

છૂટક કિંમત ઃ _ 15

ચંપારણ જનકરાજાની ભૂમિ ગળીનાં ખેતરો તીનકઠિયાનો રિવાજ રાજકુ માર શુક્લ ગળીનો ડાઘ ખેડૂતોનાં દુ:ખ બ્રજકિશોરબાબુ રાજ ેન્દ્રપ્રસાદ આચાર્ય કૃ પલાની

બિહારી સરળતા

મોતીહારી

જનસેવા અને દેશસેવા કલેક્ટર મિ. હે કોક

ધરણીધરપ્રસાદ

૧૪૪મી કલમ

શિક્ષણ ગ્રામસફાઈ નીલવરો

તરફથી ઝેરી હિલચાલ ગ્રામસેવા જનસેવા અને દેશસેવા અહિં સાદેવીનો સાક્ષાત્કાર ખેડૂતોની ઊલટતપાસ બાબાસાહે બ મેમણ પુંડલીક અવંતિકાબાઈ ગોખલે આનંદીબાઈ છોટેલાલ

સુરેન્દ્રનાથ

મહાદેવ દેસાઈ નરહરિ પરીખ

કસ્તૂરબાઈ સવિનયભંગનો

પહે લો પદાર્થપાઠ

રાજ્યનો અસ્ત ચંપારણ

નીલવર

દેવદાસ

જનકરાજાની ભૂમિ ગળીનાં ખેતરો

તીનકઠિયાનો

રિવાજ રાજકુ માર શુક્લ ગળીનો ડાઘ દુ:ખ

ખેડૂતોનાં

બ્રજકિશોરબાબુ

રાજ ેન્દ્રપ્રસાદ

આચાર્ય કૃ પલાની

બિહારી સરળતા ધરણીધરપ્રસાદ

મોતીહારી ૧૪૪મી કલમ

જનસેવા અને દેશસેવા કલેક્ટર મિ. હે કોક

શિક્ષણ ગ્રામસફાઈ

નીલવરો તરફથી ઝેરી હિલચાલ ગ્રામસેવા જનસેવા અને દેશસેવા

ચંપારણ સત્યાગ્રહ શતાબ્દી


વર્ષૹ ૦૫ અંકૹ ૦૧ સળંગ અંકૹ ૪૫ • જાન્યુઆરી ૨૦૧૭ છૂ ટક કિંમત ઃ _ 15

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કેતન રૂપેરા પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર ભાષાશુદ્ધિ

અશોક પંડ્યા આવરણ ૧

ગાંધીજીૹ ચંપારણ અને ખેડા સત્યાગ્રહના દિવસો દરમિયાન, ૧૯૧૮. ઇનસેટૹ રાજકુ માર શુક્લ

આવરણ ૪ શોકગ્રસ્ત સ્વજનોનેૹ કિશોરલાલ મશરૂવાળા [હરિજનબંધુ, ૨૨ ફે બ્રુઆરી,૧૯૪૮] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

૧. ‘ગળીનો ડાઘ’ દૂર કરવાનો સત્યાગ્રહ. . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી. . . . . ૩ ૨. અનુપમ મિશ્ર: પાણી જ ેવું વ્યક્તિત્વ, પાષાણ જ ેવું કર્તૃત્વ. . . . . . . . . . . .. . . . . . ૭   વ્યક્તિત્વ વિશે . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .મુદિતા વિદ્રોહી. . . . . ૭   કર્તૃત્વ વિશે . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . કિરણ કાપુરે. . . . . ૮ ૩. કોમી ત્રિકોણ – ૩. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . પ્યારે લાલ. . . . ૧૨ ૪. પુસ્તક પરિચયૹ ગાંધીજીનો અક્ષરદેહ – ૧૩. . . . . . . . . . . . . . . . . . . .. . . . . ૨૧ ૫. પુસ્તક વિશે ૹ ગાંધીજી ઃ એક અનોખું નેતૃત્વ. . . . . . એમ. એન. વેંકટચેલૈયા. . . . ૨૫ ૬. પુસ્તક વિશેૹ હૃદયરોગ ઃ સર્વાંગી અભિગમ. . . . . . . . . ડૉ. રમેશ કાપડિયા. . . . ૨૭ ૭. કાકાસાહે બ કાલેલકર સન્માન સ્વીકારતાં. . . . . . . . . . . . . . . કેતન રૂપેરા. . . . ૩૨ ૮. ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . . ૩૪

અભિનંદન ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે મહાદેવ દેસાઈની જન્મજયંતીએ, ગામડામાં રહી ગ્રામસેવાનાં કાર્યો કરનાર વિદ્યાપીઠસ્નાતકને મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કારથી સન્માનવામાં આવે છે. વર્ષ ૨૦૧૬ના મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કારથી અત્યાર સુધીના સૌથી યુવા અને પ્રથમ ગ્રામશિલ્પી જલદીપ ઠાકરને સન્માનવામાં આવ્યા છે. નવજીવન તેમને અભિનંદન પાઠવે છે. આવતા અંકમાં કાર્યક્રમની વિગત અને જલદીપ ઠાકરનું સન્માન પ્રતિભાવ વક્તવ્ય.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.


‘ગળીનો ડાઘ’ દૂર કરવાનો સત્યાગ્રહ

ચંપારણ સત્યાગ્રહ શતાબ્દી

મો. ક. ગાંધી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા(૧૯૧૫) પછી તેમનું અને તેમની ટુકડીનું દેશમાં સૌ પહે લું રોકાણ રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં થયું. ગાંધીજી અને ટાગોર, બંને સાથે ઘનિષ્ઠતા ધરાવતા અંગ્રેજ પાદરી, સમાજસુધારક અને શિક્ષણકાર ચાર્લ્સ ફ્રિયર એન્ડ્રુ ઝ1ે જ્યારે ગાંધીભાઈને પૂછ્યું​ં, ‘ભારતમાં સત્યાગ્રહ કરવાનો પ્રસંગ આવશે એમ તમને લાગે છે અને લાગતું હોય તો ક્યારે ?’ તે અંગે ગાંધીજીનો જવાબ હતો, ‘મારા માટે આ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે. મારી ઇચ્છા એક વર્ષ સુધી ભારતભ્રમણ કરવાની છે અને આ ગાળામાં જાહે ર વિષય પર કશું ન બોલવા અંગેનું વચન ગોખલેએ મારી પાસે લીધું છે. એટલે પાંચ વર્ષ સુધી સત્યાગ્રહનો પ્રસંગ આવે એમ નથી જણાતું.’ પરં તુ અંગ્રેજ સલ્તનતે આ સત્યાગ્રહીની ધારણા ખોટી ઠેરવી. માત્ર બે વર્ષમાં જ સત્યાગ્રહનો પ્રસંગ આવ્યો. એ સત્યાગ્રહ તે બિહારના ચંપારણમાં ખેડૂતોને પોતાના ખેતરના કેટલાક ભાગમાં ફરજિયાતપણે કરવા પડતા ગળીના વાવેતર અંગેની પ્રથાની નાબૂદી માટે. ૧૯૧૭ના વર્ષ દરમિયાન ગાંધીજી ઘણા દિવસો ચંપારણ આસપાસનાં ગામોમાં જ રહૃા​ા અને ‘ગળીનો ડાઘ’ દૂર કરાવ્યો. આ સત્યાગ્રહની કથા ગાંધીજીના શબ્દોમાં. …

ગળીનો ડાઘ

ચંપારણ જનક1રાજાની ભૂમિ છે. ચંપારણમાં હતા. તેમની ઉપર દુ:ખ પડેલું. એ દુ:ખ તેમને

જ ેમ આંબાનાં વન છે તેમ ત્યાં સને ૧૯૧૭માં ગળીનાં ખેતરો હતાં. પોતાની જ જમીનના ભાગમાં ચંપારણના ખેડૂતો ગળીનું વાવેતર તેના મૂળ માલિકોને સારુ કરવા કાયદેથી બંધાયેલા હતા. આનું નામ ‘તીનકઠિયા’ કહે વાતું હતું. વીસ કઠાનો ત્યાંનો એક એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર એનું નામ તીનકઠિયાનો રિવાજ. મારે કબૂલ કરવું જોઈએ કે હં ુ ત્યાં પહોંચ્યો તેના પહે લાં ચંપારણનાં નામનિશાન જાણતો નહોતો. ગળીનું વાવેતર થાય છે એ ખ્યાલ પણ નહીં જ ેવો જ હતો. ગળીની ગોટીઓ જોઈ હતી, પણ એ ચંપારણમાં બનતી હતી ને તેને અંગે હજારો ખેડૂતોને દુ:ખ વેઠવું પડતું હતું એની કશી ખબર નહોતી. રાજકુમાર શુક્લ કરીને ચંપારણના એક ખેડૂત 1. એમણે ઘણાં વર્ષો સુધી હિં દી લોકોના પ્રશ્નો અંગે ભક્તિભાવથી સેવા આપી હતી તેથી તેમને ‘દીનબંધુ’ની ઉપાધિ મળી હતી. તેથી દીનબંધુ એન્ડ્રુ ઝ નામે જાણીતા થયા. (ગાંધીજીનો અક્ષરદેહ-૧૩) – સં.

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

કઠતું હતું. પણ તેમને આ ગળીનો ડાઘ બધાને સારુ ધોઈ નાખવાની ધગશ પોતાના દુ:ખમાંથી થઈ આવી હતી. લખનૌની મહાસભામાં હં ુ ગયો ત્યાં આ ખેડૂતે મારો કેડો પકડ્યો. ‘વકીલ બાબુ આપકો સબ હાલ બતાયેંગે,’ એમ કહે તા જાય ને મને ચંપારણ જવાને નોતરતા જાય. વકીલ બાબુ તે મારા ચંપારણના પ્રિય સાથી, બિહારના સેવાજીવનના પ્રાણ બ્રજકિશોરબાબુ. તેમને રાજકુમાર શુક્લ મારા તંબૂમાં લાવ્યા. તેમણે કાળું આલપાકાનું અચકન, પાટલૂન વગેરે પહે રેલાં. મારી ઉપર કંઈ સારી છાપ ન પડી. મેં માની લીધું કે ભોળા ખેડૂતને લંૂટનાર આ કોઈ વકીલ સાહે બ હશે. મેં ચંપારણનો કિસ્સો તેમની પાસેથી થોડોક સાંભળ્યો. મારા રિવાજ પ્રમાણે મેં જવાબ દીધો, ‘જાતે જોયા વિના આ વિષય ઉપર હં ુ કંઈ અભિપ્રાય ન આપી શકું. તમે મહાસભામાં બોલજો. મને તો 3


રાજકુ માર શુક્લ કરીને ચંપારણના એક ખેડૂત

હતા. તેમની ઉપર દુ:ખ પડે લું. એ દુ:ખ તેમને કઠતું હતું. પણ તેમને આ ગળીનો ડાઘ બધાને સારુ ધોઈ નાખવાની ધગશ પોતાના દુ:ખમાંથી થઈ આવી હતી

હમણાં છોડી જ દેજો.’ રાજકુમાર શુક્લને મહાસભાની મદદ તો જોઈતી જ હતી. ચંપારણને વિશે મહાસભામાં બ્રજકિશોરબાબુ બોલ્યા ને દિલસોજીનો ઠરાવ પાસ થયો. રાજકુમાર શુક્લ રાજી થયા, પણ તેટલેથી જ તેમને સંતોષ ન થયો. તે તો મને જાતે ચંપારણના ખેડૂતોનાં દુ:ખ દેખાડવા માગતા હતા. મેં કહ્યું, ‘મારા ભ્રમણમાં હં ુ ચંપારણને પણ લઈશ, ને એકબે દિવસ આપીશ.’ તેમણે કહ્યંુ: ‘એક દિન કાફી હોગા, નજરોંસે દેખિયે તો સહી.’ લખનૌથી હં ુ કાનપુર ગયેલો. ત્યાં પણ રાજકુમાર શુક્લ હાજર જ. ‘યહાં સે ચંપારણ બહોત નજદીક હૈ . એક દિન દે દો.’ ‘હમણાં મને માફ કરો. પણ હં ુ આવીશ એટલું વચન આપું છુ ,ં ’ એમ કહી હં ુ વધારે બંધાયો. હં ુ આશ્રમ ગયો તો રાજકુમાર શુક્લ મારી પૂંઠ ે જ હતા, ‘અબ તો દિન મુકરર કીજિયે.’ મેં કહ્યું, ‘જાઓ, મારે ફલાણી તારીખે કલકત્તા જવું છે ત્યાં આવજો ને મને લઈ જજો.’ ક્યાં જવું, શું કરવું, શું જોવું એની મને કશી ખબર નહોતી. કલકત્તામાં હં ુ ભૂપેનબાબુને ત્યાં પહોંચું તેના પહે લાં તેમણે 4

તેમને ત્યાં ધામો નાખ્યો જ હતો. આ અભણ, અણઘડ પણ નિશ્ચયવાન ખેડૂતે મને જીત્યો. ૧૯૧૭ની સાલના આરં ભમાં કલકત્તાથી અમે બે જણ રવાના થયા. બંને સરખી જોડી. બંને ખેડૂત જ ેવા જ લાગીએ. રાજકુમાર શુક્લ લઈ ગયા તે ગાડીમાં અમે બંને પેઠા. સવારના પટણા ઊતર્યા. પટણાની આ મારી પહે લી મુસાફરી હતી. પટણામાં હં ુ કોઈને ઘેર ઊતરી શકું એવી ઓળખાણ કોઈની સાથે મને નહોતી. મારા મનમાં એમ હતું કે, રાજકુમાર શુક્લ જોકે અણઘડ ખેડૂત છે છતાં તેમને કંઈ વગવસીલો તો હશે જ. ટ્નરે માં મને તેમની કંઈક વધારે ખબર પડવા લાગી. પટણામાં પોત કળાઈ ગયું. રાજકુમાર શુક્લની બુદ્ધિ નિર્દોષ હતી. તેમણે જ ેમને મિત્ર માન્યા હતા તે વકીલો તેમના મિત્ર નહોતા, પણ રાજકુમાર શુક્લ તેમના વસવાયા જ ેવા હતા. ખેડૂત અસીલ અને વકીલોની વચ્ચે તો અંતર ચોમાસાની ગંગાના પહોળા પટ જ ેટલું હતું. મને તે રાજ ેન્દ્રબાબુને ત્યાં લઈ ગયા. રાજ ેન્દ્રબાબુ પુરી કે ક્યાંક ગયા હતા. બંગલે એકબે નોકર હતા. ખાવાનું કંઈક મારી સાથે હતું. મારે ખજૂ ર જોઈતું હતું તે બિચારા રાજકુમાર શુક્લ બજારમાંથી લાવ્યા. પણ બિહારમાં તો છૂતાછૂતનો રિવાજ સખત હતો. મારી ડોલના પાણીના છાંટા નોકરને અભડાવે. નોકર શું જાણે હં ુ કઈ જાત હોઈશ. અંદરના પાયખાનાનો ઉપયોગ કરવાનું રાજકુમારે બતાવ્યું. નોકરે બહારના પાયખાના તરફ આંગળી ચીંધી. મને આમાં ક્યાંયે મૂંઝાવાનું કે રોષનું કારણ નહોતું. આવા અનુભવોમાં હં ુ રીઢો થયો હતો. નોકર તો પોતાનો ધર્મ પાળતો હતો, ને રાજ ેન્દ્રબાબુ પ્રત્યેની પોતાની ફરજ બજાવતો હતો. આ રમૂજી અનુભવોથી રાજકુમાર શુક્લ વિશે જ ેમ મારું માન વધ્યું તેમ તેમને વિશે મારું જ્ઞાન પણ વધ્યું. પટણાથી મેં લગામ મારે હાથ કરી. [ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


બિહારી સરળતા

મૌલાના મજહરુલ હક્ક અને હં ુ એક વખત લંડનમાં ભણતા. ત્યાર બાદ અમે મુંબઈમાં ૧૯૧૫ની મહાસભામાં મળેલા. તે વર્ષે તેઓ મુસ્લિમ લીગના પ્રમુખ હતા. તેમણે જૂ ની ઓળખાણ કાઢી મને પટણા જાઉં ત્યારે તેમને ત્યાં જવાનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને આધારે મેં તેમને ચિઠ્ઠી મોકલી ને મારું કામ જણાવ્યું. તેઓ તુરત પોતાની મોટર લાવ્યા ને મને પોતાને ત્યાં લઈ જવાનો આગ્રહ કર્યો. મેં તેમનો ઉપકાર માન્યો ને મારે જ્યાં જવાનું હતું ત્યાં મને પહે લી ટ્નરે થી રવાના કરી દેવાનું કહ્યું. રે લવે ગાઇડથી મને ખબર પડી શકે તેમ નહોતું. તેમણે રાજકુમાર શુક્લ સાથે વાત કરીને મારે પ્રથમ તો મુઝફ્ફરપુર જવું જોઈએ એમ સૂચવ્યું. તે જ દિવસે સાંજ ે મુઝફ્ફરપુરની ટ્નરે જતી હતી તેમાં મને તેમણે રવાના કર્યો. મુઝફ્ફરપુરમાં તે વખતે આચાર્ય કૃ પલાની રહે તા હતા. તેમને હં ુ ઓળખતો હતો. હૈ દરાબાદ ગયો ત્યારે તેમના મહાત્યાગની, તેમના જીવનની ને તેમના દ્રવ્યથી ચાલતા આશ્રમની વાત દા. ચોઈથરામને મોઢેથી સાંભળી હતી. તે મુઝફ્ફરપુર કૉલેજમાં પ્રોફે સર હતા, તેમાંથી પરવારી બેઠા હતા. મેં તેમને તાર કર્યો. મુઝફ્ફરપુર ટ્નરે મધરાતે પહોંચતી હતી. તે પોતાના શિષ્યમંડળને લઈને હાજર થયા હતા. પણ તેમને ઘરબાર નહોતાં. તે અધ્યાપક મલકાનીને ત્યાં રહે તા હતા. મને તેમને ત્યાં લઈ ગયા. મલકાની ત્યાંની કૉલેજના પ્રોફે સર હતા, અને તે વખતના વાતાવરણમાં સરકારી કૉલેજના પ્રોફે સરે મને સંઘરવો એ અસાધારણ પગલું ગણાય. કૃ પલાનીજીએ બિહારની અને તેમાંય તિરહુત વિભાગની દીન દશાની વાત કરી ને મારા કામની કઠણાઈનો ખ્યાલ આપ્યો. કૃ પલાનીજીએ બિહારીઓ नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

સાથે ગાઢ સંબંધ બાંધી લીધો હતો. તેમણે મારા કામની વાત તેમને કરી મૂકી હતી. સવારે નાનકડુ ં વકીલમંડળ મારી પાસે આવ્યું. તેમાંના રામનવમીપ્રસાદ મને યાદ રહી ગયા છે. તેમણે પોતાના આગ્રહથી મારું ધ્યાન ખેંચ્યું. ‘તમે જ ે કામ કરવા આવ્યા છો તે આ જગ્યાએથી ન થાય. તમારે તો અમારા જ ેવાને ત્યાં રહે વું જોઈએ. ગયાબાબુ અહીંના જાણીતા વકીલ છે. તેમની વતી હં ુ તેમને ત્યાં ઊતરવાનો આગ્રહ કરું છુ .ં અમે બધા સરકારથી ડરીએ તો છીએ જ. પણ અમારાથી બને તેટલી મદદ અમે તમને દઈશું. રાજકુમાર શુક્લની ઘણી વાત સાચી જ છે. દુ:ખ એ છે કે અમારા આગેવાન આજ અહીં નથી. બાબુ બ્રજકિશોરપ્રસાદને અને રાજ ેન્દ્રપ્રસાદને મેં તાર કર્યા છે. બંને અહીં તુરત આવી જશે ને તમને પૂરી માહિતી ને મદદ આપી શકશે. મહે રબાની કરીને તમે ગયાબાબુને ત્યાં ચાલો. આ ભાષણથી હં ુ લોભાયો. મને સંઘરવાથી ગયાબાબુની સ્થિતિ કફોડી થાય એવા ભયથી મને સંકોચ હતો. પણ ગયાબાબુએ મને નિશ્ચિંત કર્યો. હં ુ ગયાબાબુને ત્યાં ગયો. તેમણે અને તેમનાં કુ ટુબ ં ીજનોએ મને પ્રેમથી નવરાવ્યો. બ્રજકિશોરબાબુ દરભંગાથી આવ્યા. રાજ ેન્દ્રબાબુ પુરીથી આવ્યા. અહીં જોયા તે લખનૌના બ્રજકિશોરપ્રસાદ નહીં. તેમનામાં બિહારીની નમ્રતા, સાદાઈ, ભલમનસાઈ, અસાધારણ શ્રદ્ધા જોઈને મારું હૈ યું હર્ષથી ઊભરાઈ ગયું. બિહારી વકીલમંડળનું બ્રજકિશોરબાબુના પ્રત્યેનું માન જોઈ હં ુ સાનંદાશ્ચર્ય પામ્યો. આ મંડળ વચ્ચે ને મારી વચ્ચે જન્મની ગાંઠ બંધાઈ. 5


બ્રજકિશોરબાબુએ મને બધી હકીકતથી વાકેફ કર્યો. તેઓ ગરીબ ખેડૂતોને સારુ કેસો લડતા. એવા બે કેસો ચાલી રહ્યા હતા. આવા કેસો કરી કંઈક વ્યક્તિગત આશ્વાસન મેળવતા. કોઈ વાર તેમાં પણ નિષ્ફળ જતા. આ ભોળા ખેડૂતોની પાસેથી ફી તો લેતા જ. ત્યાગી છતાં બ્રજકિશોરબાબુ કે રાજ ેન્દ્રબાબુ ફી લેવામાં સંકોચ ન રાખતા. ધંધા પરત્વે જો ફી ન લે તો તેમનું ઘરખર્ચ ન ચાલે, ને તેઓ લોકોને મદદ પણ ન કરી શકે, એ દલીલ હતી. તેમની ફીના આંકડા અને બંગાળાના ને બિહારના બારિસ્ટરોને અપાતી ફીના ન ધારી શકાય એવા આંકડા સાંભળી હં ુ ગૂંગળાઈ ગયો. ‘સાહે બને અમે ‘ઓપીનિયન’ને સારુ ૧૦,૦૦૦ રૂપિયા આપ્યા.’ હજારો સિવાય તો વાત જ મેં ન સાંભળી. આ મિત્રમંડળે આ બાબતનો મારો મીઠો ઠપકો હે તપૂર્વક સાંભળ્યો. તેનો તેમણે ખોટો અર્થ ન કર્યો. મેં કહ્યું: ‘આ કેસો વાંચ્યા પછી મારો અભિપ્રાય તો એવો છે કે આપણે આ કેસો કરવાનું હવે માંડી જ વાળવું. આવા કેસોથી લાભ ઘણો થોડો થાય છે. જ ે રૈ યતવર્ગ આટલો કચડાયેલો છે, જ્યાં સહુ આટલા ભયભીત રહે છે, ત્યાં કચેરીઓ મારફતે ઇલાજ થોડો જ થઈ શકે. લોકોનો ડર કાઢવો એ તેમને સારુ ખરું ઔષધ છે. આ તીનકઠિયા પ્રથા ન જાય ત્યાં લગી આપણે સુખે બેસી નથી શકતા. હં ુ તો બે દિવસ જોવાય તેટલું જોવા આવ્યો છુ .ં પણ હવે જોઉં છુ ં કે આ કામ તો બે વર્ષ પણ લે. એટલો સમય જાય તોપણ હં ુ આપવા તૈયાર છુ .ં આ કામમાં શું કરવું જોઈએ તેની મને સૂઝ પડે છે. પણ તમારી મદદ જોઈએ.’ બ્રજકિશોરબાબુને મેં બહુ ઠરે લ મગજના

ભાળ્યા. તેમણે શાંતિથી જવાબ આપ્યો: ‘અમારાથી બનશે તે મદદ અમે આપશું. પણ તે કેવા પ્રકારની તે અમને સમજાવો.’ અમે આ સંવાદમાં રાત ગાળી. મેં કહ્યું: ‘મારે તમારી વકીલાતની શક્તિનો ઓછો ઉપયોગ પડશે. તમારા જ ેવાની પાસેથી હં ુ તો લહિયાનું ને દુભાષિયાનું કામ માગું. આમાં જ ેલ જવાપણું પણ જોઉં છુ .ં તમે તે જોખમમાં ઊતરો એ મને ગમે. પણ તેમાં ન ઊતરવું હોય તો ભલે ન ઊતરો. પણ વકીલ મટી લહિયા થવું ને તમારો ધંધો તમારે અનિશ્ચિત મુદતને સારુ પડતો મૂકવો, એ કંઈ હં ુ ઓછુ ં નથી માગતો. અહીંની હિં દી બોલી સમજતાં મને મુસીબત પડે છે. કાગળિયાં બધાં કૈથીમાં કે ઉર્દૂમાં લખેલાં હોય એ હં ુ ન વાંચી શકું. આના તરજુમાની તમારી પાસેથી આશા રાખું. આ કામ પૈસા આપીને કરીએ તો પહોંચાય નહીં. આ બધું સેવાભાવથી ને વગર પૈસે થવું જોઈએ.’ બ્રજકિશોરબાબુ સમજ્યા, પણ તેમણે મારી તેમ જ પોતાના સાથીઓની ઊલટતપાસ ચલાવી. મારાં વચનોના ફલિતાર્થો પૂછ્યા. મારી અટકળ પ્રમાણે, ક્યાં લગી વકીલોએ ભોગ આપવો જોઈએ, કેટલા જોઈએ, થોડા થોડા થોડી થોડી મુદતને સારુ આવે તો ચાલે કે નહીં, વગેરે પ્રશ્નો મને પૂછ્યા. વકીલોને તેમની ત્યાગની કેટલી શક્તિ હતી તે પૂછ્યું. છેવટે તેમણે આ નિશ્ચય જણાવ્યો: ‘અમે આટલા જણ તમે જ ે કામ સોંપશો તે કરી દેવા તૈયાર રહીશું. એમાંના જ ેટલાને જ ે વખતે માગશો તેટલા તમારી પાસે રહે શે. જ ેલ જવાની વાત નવી છે. તે વિશે અમે શક્તિ મેળવવા કોશિશ કરશું.’ [સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી, ક્રમશઃ] 

6

[ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


અનુપમ મિશ્ર: પાણી જેવું વ્ય�ક્તત્વ, પાષાણ જેવું કર્તૃત્વ

હૃદયાંજલિ

અનુપમ મિશ્ર. આ પર્યાવરણવિદ્ ગાંધીજન(૧૯૪૮-૨૦૧૬) ના ગયા પછી તેમના વિશે પહે લી વાર જાણનારાની સંખ્યા તેમની હયાતિમાં તેમને જાણનારા કરતાં કદાચ વધારે રહી હશે. ભારતીય સમાજ તરીકે આપણી એ કમનસીબી કહે વી કે ખુશનસીબી એ ચર્ચાનો વિષય છે પણ તળાવ બૂરીને બાંધવામાં આવતી બિલ્ડિંગોના બજાર અને એ બજારથી દોરવાતા સમાજમાં આમ થવું સ્વાભાવિક છે. જળસંચય ક્ષેત્રે શાંત ક્રાંતિના આ જનકે કરે લાં કાર્યો આંખો ચાર થઈ જાય એટલાં સંખ્યાત્મક હોવાની સાથે, એનાથી વધુ ગુણાત્મક હોવાનું મહત્ત્વ પણ ધરાવે છે. કેમકે સૈકાઓથી ચાલી આવતી અને નવા જમાનાના વિકાસની આંધીમાં ધરબાઈ ગયેલી જળસંગ્રહની પદ્ધતિઓનો તેમણે ગામેગામ ફરીને અભ્યાસ કર્યો ને તેનું સુંદર દસ્તાવેજીકરણ પણ કર્યું. કૂ વા-વાવ-તળાવના પાણીને સાચવવાનું જ્ઞાન પામનારા ને આપણા સુધી પહોંચાડનારા આ તીક્ષ્ણસૌમ્ય અભિવ્યક્તિના સ્વામી અનુપમ મિશ્રનું તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ અવસાન થયું. તેમના ગયાની માફકસરની સમાચારનોંધ લેવાઈ. કેટલાંક શ્રદ્ધાંજલિ લેખો પણ લખાયા. તેમાંથી પસંદગીના બે લેખોના સંપાદિત અંશો…

વ્ય�ક્તત્વ વિશે

મુદિતા વિદ્રોહી

અનુપમ મિશ્ર — નામ પડતાંની સાથે સૌથી પહે લા સાદગી અને અપાર પ્રેમ. આ ભાવોથી તરબતર મનમાં જ ે ભાવ પ્રગટ થાય તે તેમની નમ્રતા,

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

થયા પછી વિચાર આવે તે તેમના કામનો. જુ દા જુ દા ક્ષેત્રે ઊંડાણથી કામ કરનારા કર્મશીલો આજ ે પણ દેશમાં છે, પણ અનુપમજીને વિશેષ બનાવનારું તેમનું વ્યક્તિત્વ હતું. તેમાં એક લાલિત્ય હતું, સૌન્દર્ય હતું, પ્રેમસભરતા હતી અને સામેવાળાના હૃદયમાં એક જ વારમાં ઊતરી જવાની જાદુઈ શક્તિ હતી. વળી પોતે નમ્ર છે તે વાતનું આછુ ં સરખુંય ગૌરવ ક્યાંય વર્તાય નહીં. પાણી માટે તે કામ કરતા તેની ભીનાશ પણ જાણે તેઓ અંદર લઈને ચાલતા. તેમને પ્રત્યક્ષ મળેલી ભાગ્યે જ કોઈ વ્યક્તિ ભીંજાયા વગર રહી શકે… આવા આપણા અનુપમ મિશ્ર કૅ ન્સરની બીમારી સામે લડતાં લડતાં વિદાય થયા. તેમની ઓળખ ગાંધીવિચારને વરે લા પર્યાવરણવિદ્ તરીકેની. દેશમાં સરકારે પોતે 7


પર્યાવરણ ખાતું પણ નહોતું ખોલ્યું તે પહે લાથી તેઓ પર્યાવરણના વિષયમાં ચિંતન કરતા, લખતા, રચનાત્મક કાર્યો કરતા અને જરૂર પડ્યે આંદોલનમાં ભાગ લેતા. આંદોલન અને સંઘર્ષ સાથે સાથે જ જાય એવી જ ે સહજ અને પ્રચલિત માન્યતા છે તેને બદલે તેમણે શાંત ક્રાંતિનો માર્ગ લીધો. હિન્દી ભાષાના પ્રસિદ્ધ કવિ ભવાનીપ્રસાદ મિશ્રના તેઓ પુત્ર. સંસ્કૃતમાં એમ.એ. થયા પછી ભવાનીપ્રસાદ ગાંધી રં ગે રં ગાયેલા અને એમણે ગાંધીજી ઉપર લખેલાં પાંચસોથી વધારે કાવ્યોનો સંગ્રહ પણ છપાયેલો. અનુપમજી પર આ બધાનો પ્રભાવ. એમ.એ. કર્યા પછી સમાજવાદી યુવજન સભા નામના સંગઠનની પ્રવૃત્તિઓમાં તેઓ જોડાયા. પ્રભાષ જોષીએ અનુપમ મિશ્ર વિશે એક લેખમાં લખ્યું છે કે, અનુપમમાં સંસ્કૃત ભણીને આવેલા જ ેવી પંડિતાઈ કે સમાજવાદી યુવજન સભામાંથી આવ્યા તેથી કોઈ ઉછાંછળી ક્રાંતિકારિતા, બંને નહોતા. ૧૯૭૨માં ચંબલમાં ડાકુ ઓને આત્મ સમર્પણ કરાવવાના કામે જોર પકડ્યું, અનુપમ તેમાં જોડાયા અને પછીથી જયપ્રકાશ નારાયણ (જ ેપી) પણ જોડાયા. આમ જ ેપી સાથે અનુપમજીને નિકટનો પરિચય થયો. પછી તો બિહાર અંદોલન વખતે પણ તેઓ જ ેપીની સાથે સક્રિય રીતે જોડાયા. ઉત્તરાખંડમાં ‘ચિપકો આંદોલન’ થયું ત્યારે અને એ પછી અનુપમજી ઉત્તરાખંડ જતાંઆવતાં રહ્યા અને ચંડીપ્રસાદ ભટ્ટ1 તથા ગૌરાદેવી2 સાથે તેમનો નાતો બંધાયો. અનુપમજીએ લખેલા કેટલાંક અમૂલ્ય

લખાણોમાંનું એક તે ‘ચિપકો2 આંદોલન’નું દસ્તાવેજીકરણ. ‘ચિપકો આંદોલન’ વિશે આટલી ઉત્તમ રીતે દેશમાં ભાગ્યે જ કોઈએ લખ્યું હશે. આમ, પર્યાવરણને લગતાં કામો સાથેનો એમનો નાતો વધારે ને વધારે ગાઢ બનતો ગયો. તેઓ થોડા સમય માટે ઇન્ડિયન એક્સપ્રેસમાં જોડાયા અને ત્યાંથી ‘પ્રજાનીતિ’ અને ‘આસપાસ’ પ્રકાશિત કરતા. કટોકટી લદાયા પછી તે બંધ થયું અને અનુપમજી પૂર્ણ સમય માટે ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’માં જોડાયા. ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ દ્વારા પ્રકાશિત ‘ગાંધી માર્ગ’નું સંપાદન કાર્ય તેઓ છેવટ સુધી કરતા રહ્યા. હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત થનારું આ સામયિક આપણા દેશમાંથી પ્રકાશિત થનારા ઉત્તમ કક્ષાનાં સામયિકોમાં ટોચના સ્થાને મૂકી શકાય તેવું છે. તેનું માત્ર વિષયવસ્તુ જ નહીં પરં તુ તેની સુરુચિપૂર્ણ ડિઝાઇન પણ તેને પ્રકાશિત કરવા પાછળના વિચારને અભિવ્યક્ત કરે છે. તેમણે દેશ કા પર્યાવરણ અને હમારા પર્યાવરણ નામનાં બે પુસ્તકો પણ આપણને આપ્યાં. તે પણ અત્યંત સાદા તેમ છતાં કલામય.. ૧૯૭૭માં ‘મિટ્ટી બચાઓ આંદોલન’ અને પછી ‘નર્મદા આંદોલન’માં જોડાયા. મોટા બંધો બાંધવાથી થતાં પારાવાર નુકસાન વિશે તેમણે લંબાણથી લખ્યું અને તે વિશે લોકશિક્ષણનું કામ પણ કર્યું. તેઓ માનતા કે વિકાસની જ ે પ્રચલિત અવધારણાને આપણે સ્વીકારી છે તેના પરિણામે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને બીજી અનેક પ્રાકૃ તિક હોનારતો

1. ‘ચિપકો આંદોલન’ની જનક સંસ્થા ‘દશૌલી ગ્રામ સ્વરાજ્ય સંઘ’ના સ્થાપક અને દેશના અગ્રણી આધુનિક પર્યાવરણવિદોમાંના એક. ચિપકો આંદોલન માટે તેમને કમ્યુનિટી લીડરશિપ ક્ષેત્રે રૉમન મેગ્સેસે ઍવૉર્ડ (૧૯૮૨) એનાયત થયો હતો. ભારત સરકાર દ્વારા તેમને ૨૦૦૫માં પદ્મ વિભૂષણથી અને ૨૦૧૩માં તેમને ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. હાલ તેઓ સોશિયલ ઇકૉલૉજી પર કામ કરી રહ્યા છે.

2. ‘ચિપકો આંદોલન’માં ચંદ્રપ્રસાદ ભટ્ટનાં અગ્રણી મહિલા સાથીદાર. ગામેગામ ‘મહિલા મંગલ દલ’ની સ્થાપના કરીને સ્ત્રીઓને આ આંદોલનમાં જોડવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી. આ દરમિયાન ‘જંગલ હમારા માયકા હૈ ’ની તેમની ઉક્તિ ખૂબ જાણીતી થઈ હતી. ભારત સરકાર દ્વારા પ્રથમ ‘વૃક્ષ મિત્ર પુરસ્કાર’થી તેમને સન્માનિત (૧૯૮૬) કરાયાં હતાં. —સં.

8

[ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


સામે લડવા આપણે તૈયાર રહે વું પડશે. ગઈ સદીનો ઉત્તરાર્ધ આપણે આંખો મીંચીને કુ દરતનું દોહન કરવામાં વીતાવ્યો છે અને તે જ પંથે આગળ જઈ રહ્યા છીએ. એની કિંમત આપણે ચૂકવવી પડશે. ૧૯૯૩માં તેમનું પુસ્તક આજ ભી ખરે હૈં તાલાબ પ્રકાશિત થયું. ગાંધી શાંતિ પ્રતિષ્ઠાને તેની ત્રણ હજાર નકલો છાપી. આ પુસ્તક પોતાની સાર્થકતા અને ભારત દેશની સંસ્કૃતિમાં તળાવોની કદર, તેનું સ્થાન અને તેની અસ્મિતાને ફરી એક વાર જીવતી કરવાના આશયથી લખાયેલું. તે એટલું તો લોકપ્રિય થયું કે તેની આશરે સવા લાખ નકલો વેચાઈ. બ્રેઇલ લિપી સહિત દેશની ૧૯ ભાષામાં અનુવાદ થયા છે. અનુપમજીએ એક દાયકા સુધી પાણીનાં કામો કરતાં કરતાં પોતાના અનુભવોનો નીચોડ આ પુસ્તકમાં આપ્યો છે. મધ્ય પ્રદેશ સરકારે આ પુસ્તકની પાંચ હજાર નકલો કરાવી ગામડે ગામડે વહેં ચાવી હતી. આટલી પ્રસિદ્ધિ પામેલા પુસ્તક ઉપર પણ અનુપમજી એ પોતાના કૉપીરાઇટ રાખ્યા નહીં. પુસ્તકના કર્તા તરીકેનું એમનું નામ પણ શોધીએ ત્યારે મળે તે રીતે છાપ્યું છે. તેઓ માનતા કે આ તો બધી લોકોની, સમાજની સૂઝ હતી, મેં માત્ર એને અંકિત કરવાનું કામ કર્યું છે, તેથી તે મારું કામ ન કહે વાય. આટલા મહાન કામ માટે આટલી બધી નમ્રતાનો ભાવ તો અનુપમજી જ રાખી શકે. અને તે પણ સહજ રીતે, નમ્રતાના આડંબર વગર. આ પુસ્તક આવ્યું તેનાં બે વર્ષ પછી બીજુ ં

કર્તૃત્વ વિશે

રાજસ્થાન, બુંદેલખંડ અને દેશના અન્ય વિસ્તારોમાં પાણીને લઈને પાયાનું કામ કરનારા અનુપમ મિશ્રનું કાર્યક્ષેત્ર કેટલોક વખત આપણા ગુજરાતનું ભુજ અને એમાંય હમીરસર તળાવની આસપાસનાં ગામો રહ્યાં. ગુજરાતીમાં તેમનો ઉલ્લેખ પર્યાવરણની કે नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

પુસ્તક — રાજસ્થાન કી રજત બુંદે તેમણે આપણને આપ્યું. તેમાં રાજસ્થાનનાં તળાવો અને તળાવ સંસ્કૃતિની વાત છે. આ પુસ્તકનો તો અંગ્રેજી ઉપરાંત ફ્રેંચ, જર્મન અને અરબી ભાષામાં પણ અનુવાદ થયો. પૅન્ગિવન પ્રકાશને તેમના લેખોના સંગ્રહનું એક પુસ્તક છાપ્યું — સાફ માથે કા સમાજ. એમનાં તમામ લખાણોમાં પર્યાવરણના જતન માટે તથા તેને અનુરૂપ થવા માટે આપણી સંસ્કૃતિમાં જ ે આગવી સમજ અને આદર પડેલા છે તેનો તેમણે ઉત્સવ કર્યો છે. તેમના શબ્દેશબ્દમાં માધુર્ય છે, વાક્યે વાક્યે જ્ઞાન છે. બધું સહજ જ લખેલું મળે, તેમ છતાં એક પ્રકારનું ભાષા-સૌન્દર્ય છે. એ શેનું છે? આ વાતનો જવાબ કદાચ તેમને વાંચીને જ મળી શકે. ચહે રા ઉપર સદા એક આછેરું સ્મિત, લાગણી સભર આંખો, ધીરે થી અને અત્યંત પ્રેમથી બોલવાની એમની રીત, એમની ઋજુ ભાષા, એમનાં સ્વચ્છસાદાં ખાદીનાં કપડાં, એમની ધીમી ચાલ અને કોઈ પણ એમના પ્રેમ આગળ હારી જાય એવો એમનો પ્રેમ. એ અનુપમ આપણી વચ્ચેથી સદેહે જતા રહ્યા. આવા અનુપમ ફરી આપણને નથી મળવાના. એમના કામને વાંચીએ, એમણે જીવનના પાંચ દાયકા જ ે કામોમાં ગાળ્યા તે સમજવાનો પ્રયત્ન કરીએ અને જો બની શકે તો થોડુ ં કંઈક કરીએ, એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે. (‘લોકસ્વરાજ’માંથી) Emailૹ mvidrohi@gmail.com

કિરણ કાપુરે પાણીની વાત આવી ત્યારે થયો છે, પરં તુ તે એટલો નહીં જ ેટલું સઘન તેમનું કામ હતું! પર્યાવરણમાં એક એક તત્ત્વનું જ ેટલું મહત્ત્વ છે, તેટલું જ મહત્ત્વ આ દેશમાં અનુપમ મિશ્રની હયાતીનું હતું. તેમની હયાતીથી દેશનાં અનેક ઉજ્જડ ગામો દુકાળ જ ેવી 9


કુ દરતી આપત્તિમાં ટકી શક્યાં અને અસંખ્ય ગામો દુકાળ જ ેવી પરિસ્થિતિને ટાળી શક્યાં! જ્ઞાન અને અનુભવના ઓજારથી તેમણે દેશનાં ગામડાંઓમાં જાગૃતિ આણી અને પાણીસંગ્રહની અનેક રીતો શિખવાડી. અનુપમજીનું આ કાર્ય કોઈ પાંચપંદર ગામ પૂરતું નહોતું, આ ગામોની સંખ્યા હજારોમાં થવા જાય છે. આ કાર્ય આગળ ધપતું રહે અને તેનો લાભ મહત્તમ લોકોને મળી રહે તે માટે તેમના અથાગ પ્રયાસ જીવનના અંતિમ દિવસો સુધી ચાલતા રહ્યા. પર્યાવરણની પાયાની અને પારં પરિક સમજ સાથે સમાજસેવાનું જ ે ભાથું તેમના દ્વારા આપણને મળ્યું તે અમૂલ્ય છે અને એટલે જ હિન્દી જગતના શિરમોર પત્રકાર પ્રભાષ જોષી(૧૯૩૭-૨૦૦૯)એ તેમને દુનિયાના ‘અનુપમ’ વ્યક્તિત્વ કહીને સંબોધ્યા હતા. અનુપમજીના કાર્યથી તેમને દુન્યવી ઓળખ મળી પર્યાવરણવિદ્, સમાજસેવક અને ગાંધીજનની. જોકે આ ઓળખ માત્ર તેમને આ ક્ષેત્રના અભ્યાસથી નહોતી મળી, બલકે અભ્યાસથી વધુ અનુભવની હતી. આ દેશનાં ગામડાં ખૂંદી વળ્યા એની હતી. અનુભવ એવો કે તેમની પાસે પાણીની સમસ્યાને લઈને ટૅક્નૉલૉજીથી માંડીને સામાજિક ઉકેલ સુદ્ધાં મોજૂ દ હતા. કોઈ ઝાઝા ખર્ચ અને ટૅક્નૉલૉજી વિના તેમની પાસે દુકાળથી લઈને કાવેરી જળ વિવાદનાં સમાધાન હતાં. પર્યાવરણને લઈને તેમની સમજ ભારતીય ગ્રામીણજીવન અને સંસ્કૃતિના આધાર પર વિકસી હતી. મહારાષ્ટ્રના વર્ધામાં જન્મેલા અનુપમજીના પિતા જાણીતા કવિ ભવાનીપ્રસાદ મિશ્ર હતા, જ ેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને જ વર્ધા આશ્રમમાં શિક્ષકની ભૂમિકા સ્વીકારીને વસ્યા હતા. ગાંધીવિચારમાં આસ્થા ધરાવનારા કવિ-શિક્ષકસંપાદક રહે લા પિતાનો વારસો પુત્ર અનુપમમાં જમીનીકાર્ય કરવામાં ઊતરી આવ્યો. કિશોર વયે 10

ખૂબ વાંચતા-વિચારતા અનુપમ અલ્પકાળ માટે સમાજવાદી વિચારધારાથી પણ પ્રેરાયા, જોકે ત્યાર બાદ ગાંધીવિચાર પ્રત્યે આકર્ષાયા અને ગાંધી માર્ગે જ તેમણે પોતાનું કામ આગળ ધપાવ્યું. દિલ્હીની પ્રતિષ્ઠિત સંસ્થા ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ સાથે તેઓ જોડાયા અને અહીંયાં તેમણે વિવિધ જવાબદારી અદા કરી. ૧૯૭૦ના ગાળા દરમિયાન તેઓ જયપ્રકાશ સાથે સંપૂર્ણ ક્રાંતિમાં દેશના ઘણા વિસ્તારોમાં ઘૂમ્યા. અચ્છા લેખક હોવાથી જયપ્રકાશજીનાં ભાષણો રે કર્ડ કરીને લખવાનું કામ પણ તેમને મળ્યું. ચંબલના ઘાટમાં જ્યારે પાંચસોથી વધુ ડાકુ ઓએ આત્મસમર્પણ કર્યું ત્યારે પ્રભાષ જોષી સાથે મળીને તેમણે પૂરી ઘટનાને નિહાળી અને તેનું ચિત્રણ પણ કર્યું. સર્વોદય આંદોલન દરમિયાન પણ તેઓ સક્રિય રહ્યા હતા. જોકે એક દોર આવ્યો જ્યારે એક પેઢીના જવાથી આંદોલનનો દોર ખતમ થયો ત્યારે અનુપમજી પાણીના કામમાં જાણે પૂરા ડૂ બી ગયા. શહે રી જળ આયોજન, પીવાનું ચોખ્ખું પાણી, ભૂગર્ભ જળ, અને નદી બચાવવા વિશે તેમણે પાયાનું કામ કર્યું. જીવનના સાડા ત્રણ દાયકા ભલાઈના આ ક્ષેત્રમાં રહીને તેમણે લુપ્ત પામી રહે લાં જળ સંસાધનોને બચાવ્યાં. તેની શરૂઆત થઈ હતી ૧૯૭૦માં. તેમને ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’માંથી બિકાનેર જવાનું થયું. અહીંયાં તેમણે જોયું કે ઓછા વરસાદ છતાં લોકો કેવી રીતે આખું વર્ષ ટાંકામાં પાણી સંગ્રહી રાખે છે. રાજસ્થાનના સુકાભટ વિસ્તારોમાં પાણી બચાવવાની અનેક રીતો અનુપમજીએ જોઈ, અને તે વિશે સંશોધન હાથ ધર્યું. તેના દસ્તાવેજ તૈયાર કર્યા. આજ ે તેમના નામે પાણી બચાવવાની ગીતાસમાન આજ ભી ખરે હૈં તાલાબ અને રાજસ્થાન કી રજત બૂંદે જ ેવાં લોકપ્રિય પુસ્તકો છે. આ પુસ્તકમાં અનેક રસપ્રદ વિગતો રજૂ કરવામાં આવી છે, જ ે વાંચીને ‘સ્માર્ટ’ બનવા જઈ રહે લાં [ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


આજના આપણાં ‘સિટી’ની સુવિધા ભારતના ગ્રામીણ જીવનની સામે નબળી પુરવાર થાય. તેમાં આપવામાં આવેલાં ઉદાહરણમાં મધ્યપ્રદેશના એક ગામનો ઉલ્લેખ છે. આ ગામનું નામ જોડૌરી છે, જ્યાં એક સમયે ૨૫૦૦ની વસતી સામે ૧૨ તળાવ હતાં. તે વખતની સરે રાશ મુજબ ૧૫૦ વ્યક્તિદીઠ એક તળાવ હતું, મૈસૂરમાં પણ ૧૯૮૦ સુધી ૩,૯૦૦ નાનાંમોટાં તળાવ હતાં, દિલ્હીમાંય ૩૫૦ તળાવ હતાં. અરે , વીસમી સદીના પ્રારં ભ સુધી ભારતમાં કુલ અંદાજ ે બાર લાખ તળાવ હતાં. અનુપમજી કહે છે કે પાણીને સાચવવાનો આ વારસો કોઈ એન્જિનિયરિં ગના પ્રતાપે જળવાયો નહોતો, બલકે લોકોની કોઠાસૂઝથી તે થયું હતું. હવે તળાવ ખતમ થઈ રહ્યાં છે અને શહે રોના મુખ્ય સ્ત્રોત બનેલાં આ તળાવ આજ ે બિલ્ડર્સ લોબીને કે વિકાસની ભેટ રૂપે ચઢી રહ્યા છે. આ પ્રકારનાં તળાવ શહે ર-ગામડાંનાં સેફ્ટી વાલ્વસમાન હતા. દેશના મોટા ભાગના વિસ્તારોમાં પાણીના પરં પરાગત ભંડાર હતા, એનાં અનેક ઉદાહરણ અનુપમજી પાસે મોજૂ દ હતાં. આપણે જ ે વ્યવસ્થા ઊભી કરીને હરખાઈ રહ્યા છીએ, તે વિશે આંખ ઉઘાડનારા મુદ્દા અનુપમજી સમય આવે ત્યારે મૂકવાનું ચૂકતા નહીં. વિશ્વ પર્યાવરણ દિવસના એક કાર્યક્રમમાં આ રીતે જ તેમને પૂછવામાં આવ્યું અને તેમણે વર્તમાન વિકાસ વિશે પોતાનો દૃષ્ટિકોણ મૂક્યો હતો, તેમણે કહ્યું, “સરકારને જીડીપી વધારવી છે. તે માટે વિશાળ નિર્માણ કરવા છે. ક્યાંક નોઈડા બનાવવું છે, તો ક્યાંક તેનાથી પણ મોટુ ં ગ્રેટર નોઈડા બનાવવું છે. ગુડગાંવ, ઇન્દ્રપ્રસ્થ બનાવવું છે અને તેનું એક્સટેન્શન પણ કરવું છે. આ તમામ વિસ્તારમાં થઈ રહે લા નિર્માણ કાર્યમાં રે તીનો ઉપયોગ થાય છે. સિમેન્ટ

રાજસ્થાનના

સુકાભટ

વિસ્તારોમાં

પાણી

બચાવવાની અનેક રીતો અનુપમજીએ જોઈ, અને તે વિશે સંશોધન હાથ ધર્યું. તેના દસ્તાવેજ તૈયાર કર્યા. આજે તેમના નામે પાણી બચાવવાની

ગીતાસમાન આજ ભી ખરે હૈં તાલાબ અને રાજસ્થાન કી રજત બૂંદે જેવાં લોકપ્રિય પુસ્તકો છે. આ પુસ્તકમાં અનેક રસપ્રદ વિગતો રજૂ

કરવામાં આવી છે, જે વાંચીને ‘સ્માર્ટ’ બનવા

જઈ રહે લાં આજના આપણાં ‘સિટી’ની સુવિધા

ભારતના ગ્રામીણ જીવનની સામે નબળી પુરવાર થાય

પણ વપરાય છે. આ કુ દરતી સંપદાને તૈયાર થવામાં હજારો વર્ષ લાગે છે. અગાઉ આપણી જરૂરિયાત આટલી નહોતી, ખૂબ ઓછી રે તીથી આપણાં ઘરમોહલ્લા વસી જતાં અને શહે રો પણ નિર્માણ પામતાં. હવે તો જાણે નવી રીતે સૃષ્ટિ નિર્માણ પામી રહી હોય, તેવું લાગી રહ્યું છે અને તે માટે કુ દરતી સંપદાનો ભોગ લેવાઈ રહ્યો છે. નદી, જંગલ ખલાસ થઈ રહ્યાં છે. દિલ્હી જ ેવા મોટા શહે રની પાણીની જરૂરિયાત આપણે ૩૦૦ કિલોમીટર દૂરથી લાવીને પૂરી કરી રહ્યા છે. પાછુ ં સરકાર દાવા કરે છે કે તમને તરસ્યા નહીં મરવા દઈએ. અને એવું થઈ રહ્યું છે, પરં તુ શહે રનાં તમામ તળાવ ગાયબ છે.” દેશના મોટા ભાગનાં શહે રોની સ્થિતિ આવી થઈ ચૂકી છે. આ પાયાની વાત છે, જ ે આજ ે વિસરાઈ ચૂકી છે. આવું, ઘણું વિસરાઈ ગયું છે, પરં તુ આશા છોડી ન શકાય ને. કામ તો કરતાં જ રહે વાનું હોયને! અને કામ કરીએ છીએ તો તેનો લાભ લોકોને મળતો રહે વો જોઈએ. એ તેમનો જીવનધ્યેય હતો. (‘ગુજરાતમિત્ર’માંથી સાભાર) Emailૹ kirankapure@gmail.com

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

11


કોમી ત્રિકોણ – ૩ પ્યારે લાલ ગયા અંકમાં કોમી ત્રિકોણ—કૉંગ્રેસ, મુસ્લિમ લીગ અને બ્રિટિશ સત્તા—અંગે પ્યારે લાલે લખેલી સિલસિલાબંધ ઐતિહાસિક વિગતોમાં આપણે જાણ્યું કે અંગ્રેજોના આગમન પહે લાં હિં દુસ્તાનમાં ‘મુસલમાન રાજકર્તાઓ બિનમુસ્લિમ વજીરો, સેનાપતિઓ રાખતા હતા. તેમનો તેમના પર પૂરો વિશ્વાસ હતો અને તેમના માટે તેઓ ગૌરવ લેતા હતા. એ જ રીતે, હિં દુ તથા શીખ રાજકર્તાઓ મુસલમાન વજીરો, સેનાપતિઓ તથા સલાહકારો રાખતા હતા.’ આ જ ક્રમમાં ૧૮૮૫માં કૉંગ્રેસની સ્થાપના વખતે પહે લા અધિવેશનમાં માત્ર બે જ મુસલમાનોની હાજરી હતી, તે બીજા અધિવેશનમાં ૧૮૯૯ • ૧૯૮૨ ૩૩ અને ૧૮૯૦ના અધિવેશનમાં ૧૫૬ સુધી પહોંચી હતી, પરં તુ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની (અ)નીતિના જોરે આગળ વધતાં બ્રિટિશરો માટે આ સ્થિતિ અકળાવનારી હતી. તેથી ૧૯૦૬માં હિં દી વજીર લૉર્ડ મોર્લેએ વાઇસરોય લૉર્ડ મિન્ટોને પત્રમાં લખ્યું હતું કે ‘રાષ્ટ્રીય કૉંગ્રેસ બળવાન થતી જાય છે. …આપણને ગમે કે ન ગમે પણ પરિસ્થિતિ એ છે.’ અને તેના જવાબમાં મિન્ટો લખે છે, ‘કૉંગ્રેસના ઉદ્દેશોની સામે કામ દે એવું ભારણ પેદા કરવાને શું થઈ શકે તે હં ુ વિચારી રહ્યો છુ .ં ’ પછી જ ે બન્યું એ હિં દુસ્તાનના ભાગલા પાડવામાં નિમિત્ત રૂપ ઘટના હતી. મુસલમાનોનું એક પ્રતિનિધિમંડળ લૉર્ડ મિન્ટોને મળવા જાય છે અને પોતાની માગણી રજૂ કરે છે કે ‘મુસલમાનોને એક કોમ તરીકે પ્રતિનિધિત્વ આપવું જોઈએ.’ તથા મુસલમાનોના સ્થાનનો નિર્ણય ‘કેવળ તેમની સંખ્યાના ધોરણે નહીં, પણ મુસલમાન કોમના રાજકીય મહત્ત્વ તથા તેણે બજાવેલી સામ્રાજ્યની સેવા લક્ષમાં રાખીને કરવો જોઈએ.’ મિન્ટો તેમને આ માટેની ખાતરી આપે છે અને એ જ વરસે, મુસ્લિમ લીગની સ્થાપના થાય છે. હવે આગળ…

૧૯૦૬ના ઑક્ટોબરની ૩જી તારીખે, लेडी मिन्टोनी મળ્યો. તેમાં આ પ્રમાણે લખવામાં આવ્યું હતુંૹ

डायरीમાં કરવામાં આવેલી એક નોંધ ઉપરથી, નામદાર આગાખાનના કાર્યના મૂળ અને સ્વરૂપ વિશે સારો પ્રકાશ પડે છે. “મહાન મુસલમાન આગેવાન” નવાબ મોશીન-ઉલ-મુલ્કના અવસાનનો ઉલ્લેખ કરતાં તેમને વિશેની સારી બાબતો પૈકી, એક આવી બાબત જણાવવામાં આવી છેૹ “તાજ ેતરનું મુસલમાનોનું પ્રતિનિધિમંડળ મોકલવાની બાજી તેમણે ગોઠવી હતી.” એ જ ડાયરીમાં, ૧૯૦૬ના ઑક્ટોબરની ૧લી તારીખે—એને એમાં “એક અતિશય ઘટનાપૂર્ણ દિવસ, હિં દના ઇતિહાસના એક યુગ” તરીકે લેખવામાં આવ્યો છે— બીજી એક એટલી જ રહસ્યસ્ફોટ કરનારી નોંધ કરવામાં આવી છે. એ દિવસે સાંજ ે લેડી મિન્ટોને એક અમલદાર (તેનું નામ આપવામાં આવ્યું નથી) તરફથી પત્ર 12

“આપ નામદારને મારે જણાવવું જોઈએ કે, આજ ે એક અતિશય મહત્ત્વની ઘટના બનવા પામી છે, મુત્સદ્દીગીરીનું એક એવું કામ થવા પામ્યું છે, જ ેની હિં દ તેમ જ તેના ઇતિહાસ પર લાંબા કાળ સુધી અસર થતી રહે શે. છ કરોડ વીસ લાખ જ ેટલા લોકોને, રાજદ્રોહી વિરોધ પક્ષમાં જોડાવાને માર્ગેથી પાછા વાળવામાં આવ્યા, એવડુ ં મોટુ ં એ કામ થયું છે.” ફિલસૂફ-રાજપુરુષ હિં દી વજીરે , ૧૯૦૯ના જાન્યુઆરીની ૨૮મી તારીખના વાઈસરૉય ઉપરના પત્રમાં, આ પ્રમાણે ચેતવણી આપી હતીૹ “મુસલમાનોને ઉપાડી લેતાં, આપણાં હિં દુ પારસલો આપણે છોડી ન દઈએ, એની આપણે કાળજી રાખવી જોઈએ. અને એ વસ્તુ, મુસલમાનોની તરફે ણમાં કેટલી હદ સુધી આપણે જઈએ છીએ [ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


અથવા જવાને તૈયાર છીએ, એ બધું બકી નાખવાનું અશક્ય કરી મૂકે છે.” પરં તુ પોતે અખત્યાર કરે લી એ નીતિનાં ફળો, ભવિષ્યમાં શું થવા પામશે, એની કંઈક ઝાંખી કરાવવા લાગ્યાં ત્યારે , પાછળથી, ઉદારમતવાદી (લિબરલ) બ્રિટિશ રાજપુરુષ લૉર્ડ મોર્લેનો આત્મા બેચેની અનુભવવા લાગ્યો. ૧૯૦૯ના ઑગસ્ટની ૬ઠ્ઠી તારીખે સર થિયોડોર મોરિસનના — તે ઇન્ડિયા કાઉન્સિલમાં તેમના મુસલમાન અસીલો માટેનો કેસ બહુ જોરશોરથી રજૂ કરી રહ્યા હતા — સંબંધમાં લૉર્ડ મિન્ટોને તે આ પ્રમાણે લખતા આપણા જોવામાં આવે છેૹ “મોરિસન તેમના મુસલમાન મિત્રોને વિશે છેક છેલ્લી ઘડી સુધી પોતાની વાત ઝૂડ ઝૂડ કર્યા કરે છે; આપણી પ્રતિજ્ઞાઓને વિશે આગ્રહ રાખે છે, તથા મુસલમાનોના ઠપકા તથા તેમના અસંતોષના વંટોળની આગાહી કરે છે. એમ બને પણ ખરું. જ્યારે બીજી બાજુ એ, જી. એવી આગાહી કરે છે કે, આપણા ખરીતામાં નક્કી કરવામાં આવેલા માર્ગથી આપણે ચલિત થઈશું તો, એને કારણે, હિં દુઓમાં કંઈ નહીં તો, ઠપકા અને અસંતોષનો એટલો જ પ્રબળ વંટોળ પેદા થશે.” ૨૬મી ઑગસ્ટે તેમણે લૉર્ડ મિન્ટોને ફરીથી આ પ્રમાણે લખ્યુંૹ “મોરિસન મને જણાવે છે કે, એક મુસલમાન મને મળવા માટે અહીં આવે છે… જ ે થવાનું હોય તે થાઓ, પણ મક્કમ વલણ અખત્યાર કરવાનો વખત હવે આવી લાગ્યો છે, એ વાતની મને ખાતરી થઈ ચૂકી છે. તેમણે જાણવું જોઈએ કે, હવે રકઝક બહુ થઈ. આપણે આથી વહે લા એ ન કરી શક્યા, એનું મને દુઃખ છે.” ૧૯૦૯ના ડિસેમ્બરની ૬ઠ્ઠી તારીખે, આ દુઃખદ પ્રસંગ સંબંધમાં કરે લી છેલ્લી નોંધમાં જણાવ્યા પ્રમાણે, હિં દી વજીર પોતાના વાઈસરૉયને લખતાં પોતાની ચીડ ઢાંકી શકતા નથીૹ “મુસલમાનો नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

અંગેના આપણા ઝઘડામાં હં ુ હવે ફરીથી તમને નહીં અનુસરું. હં ુ તમને આદરપૂર્વક ફરી એક વાર એટલું જ જણાવીશ કે, મુસલમાનોના વધારાના દાવાઓ સંબંધી તમારા અગાઉના ભાષણે જ, એ દાવાઓ કરવા માટે તેમને પહે લવહે લા પ્રેર્યા હતા. મારો નિર્ણય ઉત્તમ હતો એની મને પાકી ખાતરી થઈ ચૂકી છે.” પણ હવે વેળા વીતી ગઈ હતી. મિન્ટો-મોર્લે સુધારાઓમાં કોમી પ્રતિનિધિત્વના રૂપમાં “કૉંગ્રેસના ઉદ્દેશોની સામે ભારણ” નિર્માણ કરવામાં આવ્યું હતું. છ કરોડ મુસલમાનોને રાજદ્રોહીઓના સંઘમાં જોડાતા “રોકી લેવામાં” આવ્યા. પૂર્વ બંગાળના (એ લૉર્ડ કર્ઝનની કૃ તિ હતી) ગવર્નર સર બેમ્પફિલ્ડ ફુલરે એ નવી નીતિને “માનીતી પત્ની”ની નીતિ તરીકે વર્ણવી હતી! ગાંધીજીએ એને “વાંદરાના ન્યાય”ના વધારે સુપરિચિત શબ્દપ્રયોગથી વર્ણવી છે. એ વાત એવી છે કે, એક રોટલો વહેં ચવાની બાબતમાં બે બિલાડીઓ વચ્ચે તકરાર પડી. એનો ન્યાય કરાવવા માટે તે બંને બિલાડીઓ “ન્યાયમૂર્તિ વાંદર” પાસે ગઈ. એ લુચ્ચા “ન્યાયાધીશે” એવો ન્યાય ચૂકવ્યો કે, બિલાડીઓને રોટલાનો કશો ભાગ મળ્યો નહીં અને એ ન્યાય ચૂકવવા માટેની પોતાની ફી તરીકે, આખો રોટલો તેણે લઈ લીધો! સૌથી વધુ આશ્ચર્યની વાત એ હતી કે, જ ેણે ઇરાદાપૂર્વક કોમવાદની “પ્રેરણા આપી” તે જ સત્તાએ, રાષ્ટ્રવાદી હિં દને એ કોમવાદને જમીનદોસ્ત કરવાને અથવા તો સ્વરાજ્યથી વંચિત રહે વાને જણાવ્યું. કોમી મતાધિકારોની કરામતે ધાર્યો હે તુ એટલી બધી સારી રીતે પાર પાડ્યો કે, એક દસકા બાદ આવેલા હિં દી વજીર મૉન્ટેગ્યુ અને વાઈસરૉય લૉર્ડ ચેમ્સફર્ડે પોતાના હે વાલમાં આ પ્રમાણે નોંધ કરીૹ “ધર્મો તથા વર્ગોને ધોરણે વિભાગો પાડવા, એનો અર્થ એ થાય કે, એકબીજાની સામે સંગઠિત 13


થયેલા, અને માણસોને નાગરિકો નહીં, પણ પક્ષકારો તરીકે વિચારવાનું શીખવે એવા રાજકીય વાડાઓ ઊભા કરવા. એટલા માટે, કોમી મતાધિકારની કોઈ પણ પદ્ધતિને અમે સ્વ-શાસનના સિદ્ધાંતના વિકાસના માર્ગમાં બાધારૂપ અથવા આડખીલી તરીકે લેખીએ છીએ.” સુધારાઓની મૉન્ટ-ફર્ડ યોજના ઘડનારાઓ વધુમાં જણાવે છે કે, એક વાર બરાબર સ્થાપિત થયા બાદ, એ સિદ્ધાંત એટલી સરસ રીતે કામ દે છે, કોમવાદને એ એટલો બધો સુદૃઢ કરે છે કે, એનો ત્યાગ કરવાને આપણે ઇચ્છીએ તોયે તે છોડી દઈ શકાતો નથી. અને તેથી, કોમી મતાધિકારની પદ્ધતિ, મૉન્ટ-ફર્ડ સુધારાઓમાં પણ ચાલુ રાખવામાં આવી. ખિલાફતના યાદગાર દિવસો દરમિયાન (૧૯૨૦-૨૪), થોડા સમય માટે, ચોતરફ રાષ્ટ્રવાદની આણ પ્રવર્તતી હતી ત્યારે , કોમી વેરઝેર સર્વથા ભુલાઈ જવા પામ્યાં હતાં. હિં દુ-મુસ્લિમ એકતાનો એ સુવર્ણયુગ ફરી પાછો પ્રવર્તાવવાને ગાંધીજી પોતાના જીવનની છેલ્લી પળ સુધી ઉત્કટતાથી ઝંખ્યા કરતા હતા. મુસ્તફા કમાલ પાશાએ ખિલાફત નાબૂદ કર્યા બાદ, ખિલાફતની ચળવળ ભાંગી પડી તે પછી કોમવાદને ફરીથી વહે તો મૂકવામાં આવ્યો અને આઝાદીની ચળવળમાં રાષ્ટ્રીયતાનાં બળોનો પરાભવ કરવા માટે બ્રિટિશ સત્તાએ લગભગ છેક છેવટની ઘડી સુધી, “ભાગલા પાડીને રાજ કરવાની” પદ્ધતિનો ઉપયોગ જાણીજોઈને અને ઇરાદાપૂર્વક કર્યા કર્યો. મિ. રામ્સે મૅકડોનાલ્ડની આગેવાની નીચેના મજૂ ર પક્ષના પ્રધાનમંડળના હિં દી વજીર લૉર્ડ ઑલિવરે સ્પષ્ટ શબ્દોમાં એ વાતનો એકરાર કર્યો છેૹ “હિં દમાંના બ્રિટિશ સત્તાવાળાઓનું માનસ, અંશતઃ, ઊંડી સહાનુભૂતિને કારણે, પણ घणे अंशे, हिंदुओनी राष्ट्रीयतानी भावना सामे भारण तरीके પ્રધાનપણે મુસ્લિમ કોમ-તરફી છે, એ વાતનો હિં દની 14

પરિસ્થિતિનો નિકટનો અનુભવ ધરાવનાર કોઈ પણ માણસ, ઇન્કાર કરવાને તૈયાર નહીં થાય. (નાગરી મેં કર્યું છે.) કોમવાદનો અસુર હવે કદી કદી તેના જનકને પોતાની અકળ રીતરસમો દ્વારા ત્રાસ આપવા લાગ્યો હતો. એથી કરીને, તેની સાથે કામ લેવાની પદ્ધતિમાં વ્યૂહાત્મક ફે રફાર કરવાનું પ્રસંગોપાત્ત જરૂરી થઈ પડતું. એ નવી પદ્ધતિનો અમલ, એ પછીના પ્રસંગે કરવામાં આવ્યો. ૧૯રપના જાન્યુઆરીમાં, તે વખતના હિં દી વજીર લૉર્ડ બર્કનહે ડ ે વાઈસરૉય લૉર્ડ રીડિંગને આ પ્રમાણે લખ્યુંૹ “(કોમ, સંપ્રદાય તથા ધર્મના પાર વગરના ભેદોને આધારે નભતાં) આ ઝેરવેરો ગંભીર સ્વરૂપનાં છે અને તે વસ્તીના વિશાળ અને પરસ્પર સુમેળ સાધી ન શકાય એવા વિભાગોને સ્પર્શે છે, એ વસ્તુ જ ેટલી વધારે સ્પષ્ટ કરવામાં આવે તેટલું સારું છે. એમ કરવાથી, તેમની વચ્ચે મધ્યસ્થીનો ભાગ એકમાત્ર આપણે જ ભજવી શકીએ એમ છીએ, એ હકીકત વધુ ને વધુ સ્પષ્ટ થતી જશે.” ત્રણ વરસ પછી, મૉન્ટ-ફર્ડ યોજના ઘડનારાઓએ રાજકીય સુધારાઓના બીજા હપતા માટે નક્કી કરે લી મુદત પૂરી થવાની તૈયારીમાં હતી અને આગામી ચૂંટણીઓમાં મજૂ રપક્ષ સત્તા પર આવે એવો સંભવ જણાતો હતો. ૧૯૨૭ની સાલમાં “એકલા ગોરાઓના” બનેલા કમિશનની જાહે રાત કરવામાં આવી. એ કમિશને ૧૯૨૧ની સાલમાં દાખલ કરવામાં આવેલા સુધારાઓ ( મૉન્ટ-ફર્ડ સુધારાઓ)ની પ્રગતિ વિશે હે વાલ તૈયાર કરવાનો હતો તથા વધુ સુધારાઓ આપવા અંગે ભલામણો કરવાની હતી. “હિં દના રાજકીય દબાણને વશ થઈને”, એ કમિશન નીમવામાં આવ્યું છે, એવો દેખાવ કરવામાં આવ્યો, પણ એનું સાચું કારણ ૧૯૨૮ની સાલમાં નિમાનારા કમિશનની નિમણૂક [ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


કરવાનું આપણા અનુગામીઓના હાથમાં જાય, એવું જરા સરખું પણ જોખમ ખેડવાનું આપણને પાલવી શકે નહીં,” એ હતું. આ પગલાની સામે હિં દમાં એટલો ઉગ્ર વિરોધ પેદા થયો કે, એકલી કાૅંગ્રેસે જ નહીં, ઝીણાની આગેવાની નીચે મુસ્લિમ લીગના એક વિભાગ સહિત બીજા ઘણા રાજકીય પક્ષોએ એ કમિશનનો બહિષ્કાર કર્યો. એટલે, બર્કનહે ડ સાહે બે ૧૯ર૮ના જાન્યુઆરીની ૧૦મી તારીખે વાઈસરૉય લૉર્ડ અર્વિન પર આ મુજબ આદેશ મોકલ્યોૹ “બહિષ્કારનું વલણ દાબી દેવા માટે આપણે બહિષ્કાર ન કરનારા મુસલમાનો, દલિત વર્ગના લોકો, વેપારીઓ તેમ જ બીજા ઘણાઓ ઉપર આધાર રાખી શકીએ.” તે વધુમાં જણાવે છેૹ “સાઈમનને મારી એવી સલાહ છે કે, તેમણે હરે ક તબક્કે, કમિશનનો બહિષ્કાર ન કરનારા મહત્ત્વના લોકોને, ખાસ કરીને મુસલમાનો તથા દલિત વર્ગના લોકોને, મળવું. કોમનું પ્રતિનિધિત્વ ધરાવતા મુસલમાનો સાથેની તેમની સઘળી મુલાકાતોની હં ુ વિશાળ પાયા પર જાહે રાત કરીશ. હવે સમગ્ર નીતિ આ છે. … मुसलमानोए कमिशनने हाथ पर लीधुं होवाथी, ते कदाच हिंदुओने सर्वथा नुकसानकारक थई पडे एवो हेवाल तैयार કરશે અને ઝીણાને પડતા મૂકીને, ए रीते, मुसलमानोनो नक्कर टेको मेळवशे, एवी भीतिथी विशाळ हिंदु जनसमुदायने डरावी मारवो. (નાગરી મેં કર્યું છે.) એ જ પત્રમાં બર્કનહે ડ સાહે બે તડ પાડવા માટેની બીજી રીત આ પ્રમાણે સૂચવી હતીૹ “સાંસ્થાનિક દરજ્જો (ડુમિનયન સ્ટેટસ). એટલે ‘પોતાનું ભાવિ નક્કી કરવાનો હક’, અને એ હક આપણે હિં દને આપવાને તૈયાર નથી. … એ ઉપરથી સહે જ ે એ અનુમાન તારવી શકાય કે, અલગ થવાની (બ્રિટન સાથેનો સંબંધ તોડી નાખવા માટેની) ચળવળને દુશ્મનાવટભરી લેખવી જોઈએ, અને એમ नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

હોય તો, તેના પ્રતિનિધિઓ સાથે, બીજી રાજકીય ચળવળના પ્રતિનિધિઓ જ ેવો વર્તાવ રાખવો ન જોઈએ. એ બીજી ચળવળો, અનાડી યા અણસમજભરી કે કવખતની ભલે હોય, પણ ગેરવાજબી કે ગેરકાયદેસરની નથી.” ઇતિહાસનું પુનરાવર્તન નથી થતું, પરં તુ ઘટનાઓના મૂળભૂત સ્વરૂપનું ઘણી વાર થાય છે. મિન્ટોએ વાવ્યું તેનાં ફળો મોર્લેને લણવાં પડ્યાં; લૉર્ડ લિન- લિથગોએ વાવ્યું તેની કિંમત લૉર્ડ પેથિકલૉરે ન્સ તથા સર સ્ટેફર્ડ ક્રિપ્સને ચૂકવવી પડી. વળી, બ્રિટિશ રાજનીતિની પલટાતી જતી તાકીદની જરૂરિયાતોને અનુકૂળ થવાનો ઝીણાએ ઇન્કાર કર્યો ત્યારે , હિં દના ભાગલાને પ્રસંગે બન્યું હતું તેમ, “ઝીણાને પડતા મૂકનાર” બ્રિટિશ વડા અધિકારીઓ પૈકી લૉર્ડ બર્કન-હે ડ એકલા જ નહોતા. બ્રિટિશ સત્તા, તડ પાડનારા વલણને ઉત્તેજન આપવાની તથા તેને સ્થાપિત હિતમાં ફે રવી નાખવાની એક પણ તક જતી કરતી નહોતી. કુ સંપની હિમાયત કરનારાઓને તથા તેને ઉત્તેજન આપનારાઓને, તે ઇલકાબો અને હોદ્દાઓની નવાજ ેશ કરતી તથા મોટા મોટા પગારની નોકરીઓ આપતી તેમ જ બીજા લાભો તથા છૂટછાટો આપતી. આ બધું કરવાનું તેના હાથમાં હતું, પરં તુ જુ દા જુ દા ધાર્મિક સમૂહો વચ્ચે એકતા સ્થાપવાનો પ્રયત્ન કરનારાઓની અવગણના કરવામાં આવતી હતી, એટલું જ નહીં, પણ તેમના પર સરકારની ખાસ ખફા નજર રહે તી હતી. સલાહમસલત બાબતમાં તથા રાજકીય ચર્ચાઓમાં પ્રતિનિધિત્વ આપવાની બાબતમાં એકલા કોમવાદી મુસલમાનોને સરકારી માન્યતા આપવામાં આવતી હતી, પણ રાષ્ટ્રવાદી મુસલમાનો સહિત લાગવગવાળી બીજી અનેક મુસ્લિમ સંસ્થાઓને માન્યતા આપવામાં આવતી નહોતી. 15


આ નીતિને અનુસરીને, ૧૯૩૧ની સાલમાં લંડન ખાતે મળેલી બીજી ગોળમેજી પરિષદમાં, એક પણ રાષ્ટ્રવાદી મુસલમાનને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, જ્યારે , રાજકીય સત્તાની ફે રબદલી કરવા માટેની હિં દની માગણીનો, “દલિત વર્ગો”ની મદદ લઈને વિરોધ કરવાને તથા તેને બાજુ એ ધકેલી દેવાને, બ્રિટિશ સત્તાના “પુરાણા ટેકેદાર” નામદાર આગાખાનને તેમની મુસ્લિમ ટુકડીની આગેવાની લેવાને ખડા કરવામાં આવ્યા. બીજા પક્ષો અનાડી જૂ થને વાજબીપણે આપી શકે તેના કરતાં શાસન કરનારી સત્તા હં મેશાં વધારે આપી શકશે, એવી અપેક્ષા પેદા કરીને, લાગતાવળગતા પક્ષોને માંહોમાંહે સમજૂ તી પર આવતા અટકાવવાના હરે ક પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા. એનો નોંધપાત્ર દાખલો ૧૯૩૨ની સાલમાં જોવા મળ્યો. એ સાલમાં અલ્લાહાબાદ ખાતે મળેલી એકતા પરિષદમાં હિં દુઓ તથા મુસલમાનો અંદરોઅંદર લગભગ સંપૂર્ણ સમજૂ તી પર આવ્યા હતા. મહત્ત્વની એક જ બાબત નક્કી કરવાની બાકી રહી હતી. સિંધ તે વખતે મુંબઈ ઇલાકાનો એક ભાગ હતો. તેને મુંબઈ ઇલાકાથી છૂટો પાડીને મુસ્લિમ બહુમતીવાળો અલગ પ્રાંત બનાવવાનો હતો અને અલગ મતાધિકારની પદ્ધતિને બદલે સંયુક્ત મતાધિકારની પદ્ધતિ અપનાવવાની હતી, પરં તુ એકતા પરિષદમાંના મુસ્લિમ પ્રતિનિધિઓ, સિંધને અલગ પ્રાંત બનાવવામાં આવે એ શરતે, સંયુક્ત મતાધિકારની પદ્ધતિનો સ્વીકાર કરવાને સંમત થયા કે તરત જ, તે વખતના હિં દી વજીર સર સેમ્યુઅલ હોરે આગળ પડીને, એ જ માગણી સંયુક્ત મતાધિકાર વિના માન્ય રાખી. પરિણામે એકતા પરિષદ નિષ્ફળ નીવડી. અલગ મતાધિકારની પદ્ધતિ દાખલ કરવામાં આવી ત્યાર પછી, પા સદીના ગાળા દરમિયાન 16

મુસલમાનોમાં ધનિક મધ્યમ વર્ગ ઠીક ઠીક પ્રમાણમાં ઊભો થયો હતો. લોકશાહી સ્વરૂપના રાજકીય સુધારાઓની — એ રાજકીય સુધારાઓનો પાછળથી ૧૯૩પના હિં દ શાસનધારામાં સમાવેશ કરવામાં આવ્યો હતો — શક્યતા પેદા થતાં, આધુનિક સ્થિતિચુસ્ત મુસ્લિમોનો વર્ગ, પોતાના ભાવિને વિશે અનિશ્ચિતતાની લાગણી અનુભવવા લાગ્યો. એ વર્ગના લોકોની આર્થિક મદદ તથા તેમના ટેકાથી મુસ્લિમ લીગને સજીવન કરવામાં આવી. ઝીણા બીજી ગોળમેજી પરિષદ પછી રાજકારણમાંથી નિવૃત્ત થઈને ઇંગ્લંડમાં પ્રિવી કાઉન્સિલમાં વકીલાત કરવા લાગ્યા હતા. મુસલમાનોની આગેવાની લેવા માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું. તેમણે મુસ્લિમ લીગને નવેસરથી સંગઠિત કરી અને મુસ્લિમ કોમવાદે પોતાની કારકિર્દીનો નવો તબક્કો આરં ભ્યો. ૧૯૩૭ની સાલમાં ચૂંટણીઓ થઈ ત્યારે , લીગ હજી પૂરતી સંગઠિત થઈ નહોતી. પરિણામે તેને મુસલમાનોના પણ પાંચ ટકાથી ઓછા મતો મળ્યા, જ્યારે કાૅંગ્રેસને ભારે બહુમતી મળી અને ૧૧ પ્રાંતોમાંથી ૭ પ્રાંતોમાં પ્રધાનમંડળો રચવાને તેને આમંત્રણ આપવામાં આવ્યું. ૧૯૩૫ના હિં દ શાસનધારાના ઘડનારાઓએ એવી અપેક્ષા રાખી હતી કે, કેન્દ્રમાં તેમની સત્તા જ ેમની તેમ રહે તી હોવાથી, પ્રાંતોના ગવર્નરોને આપવામાં આવેલી દરમિયાનગીરી કરવાની વિશાળ અનામત સત્તાઓ (રિઝર્વ્ડ પાવર્સ) દ્વારા, તેઓ ધારાસભામાંના અને બહારના કૉંગ્રેસીઓ વચ્ચે ફાટફૂટ પડાવી શકશે તથા જુ દી જુ દી કોમો, જુ દાં જુ દાં જૂ થો, વિભાગો અને સ્થાપિત હિતોને એકબીજા સામે લડાવી મારી શકશે અને તેથી તે સૌ આશ્રય અને ટેકા માટે બ્રિટિશરો તરફ નજર કર્યા કરશે. આ રીતે, કાૅંગ્રેસી પ્રધાનમંડળોને પ્રાંતિક સ્વરાજનો સંપૂર્ણપણે અમલ કરતાં અટકાવી શકાશે. તેમની [ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


આ ધારણા, ગાંધીજીની શાણપણભરી, દૂરંદેશીવાળી અને નિશ્ચયપૂર્વકની દૃઢતાથી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતામંડળની રાજકીય પ્રતિભાને કારણે ધૂળમાં મળી ગઈ. ગવર્નરો તેમની વીટોની, એટલે કે, ધારાસભાનો કાયદો અથવા પ્રધાનમંડળનું વહીવટી પગલું ફોક કરવાની સત્તાનો તથા કટોકટીને પહોંચી વળવા માટેની સત્તાનો ઉપયોગ નહીં કરે તથા “પ્રધાનોની બંધારણીય પ્રવૃત્તિઓના સંબંધમાં તેમની સલાહની અવગણના” કરવામાં નહીં આવે, એવી ખાતરી આપવામાં આવે તે સિવાય, કૉંગ્રેસે હોદ્દાઓ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. ગવર્નરોએ પાર્લમેન્ટે તેમને માથે નાખેલી “કેટલીક ફરજો” જતી કરવાની ના ભણી અને પરિણામે બંધારણીય મડાગાંઠ પેદા થઈ. સાત પ્રાંતોમાં ધારાસભાઓ બોલાવવામાં આવી નહીં અને પ્રો. કીથના શબ્દોમાં કહીએ તો, આ “ધબડકો ઢાંકવા” માટે, વચગાળાનાં પ્રધાનમંડળો રચવામાં આવ્યાં. ચાર મહિના સુધી કૉંગ્રેસ મક્કમ રહી. ધારાસભાઓ બોલાવવા માટેની બંધારણીય મુદત પૂરી થવા આવી ત્યારે , “પ્રતિષ્ઠાના સવાલની બાબતમાં હં મેશાં વધારે પડતી આળી લાગણી સેવનારી” સરકારે નમતું આપ્યું અને સાત પ્રાંતોમાં કૉંગ્રેસી પ્રધાનમંડળોએ સત્તા હાથ ધરી અને બાકીના ચાર પ્રાંતોમાં સ્વતંત્ર મિશ્રપ્રધાનમંડળો કાર્ય કરતાં થયાં. ધારાસભાઓમાં તથા પ્રાંતોનાં પ્રધાનમંડળોમાં બીજી હરોળના માણસો મોકલીને, કૉંગ્રેસ દળમાં ભંગાણ પડતું અટકાવવામાં આવ્યું. કૉંગ્રેસના મોટા ભાગના અગ્રગણ્ય નેતાઓ બહાર જ રહ્યા. કૉંગ્રેસી પ્રધાનમંડળને દોરવણી આપવા, તેમને સુવ્યવસ્થિત રાખવા તથા તેમની પાસે શિસ્તનું કડકપણે પાલન કરાવવા માટે તેમણે પાર્લમેન્ટરી બોર્ડની રચના કરી. એની સાથે સાથે જ, પ્રધાનમંડળની અંદર વિખવાદ અને કાવાદાવા પેદા કરવાની ગવર્નરને — नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

પ્રધાનમંડળની બેઠક મળે ત્યારે તેનું પ્રમુખસ્થાન લેવાનો ગવર્નરને કાયદાથી હક આપવામાં આવ્યો હતો — તક ન મળે એટલા માટે, કૉંગ્રેસી પ્રધાનમંડળોએ એક નવી કાર્યપદ્ધતિ અખત્યાર કરી. કૉંગ્રેસી પ્રધાનો મહત્ત્વના બધા સવાલોનું નિરાકરણ અવિધિસર રીતે મળીને અંદરોઅંદર ચર્ચા દ્વારા કરતા અને ગવર્નરને પ્રમુખપદે પ્રધાનમંડળની વિધિસરની બેઠકમાં, અવિધિસર રીતે કરવામાં આવેલા સર્વસંમત નિર્ણયો જ રજૂ કરવામાં આવતા. પરં તુ બ્રિટિશ સત્તાએ મોખરે થી જ ે ગુમાવ્યું હતું તે, અંશતઃ, પાછલે બારણેથી પાછુ ં મેળવી લીધું. કૉંગ્રેસની બહુમતીવાળા પ્રાંતોમાં પ્રધાનમંડળો રચવાને વખતે, મુસ્લિમ લીગના દળમાં ભંગાણ પડ્યું અને કૉંગ્રેસ સાથે સહકાર કરવાની તરફે ણનું વલણ પેદા થયું. કૉંગ્રેસની પ્રતિજ્ઞા ઉપર સહી કરવાનું તેમને કહે વામાં ન આવે ત્યાં સુધી, મુસ્લિમ લીગરો મિશ્ર સરકારના સભ્યો તરીકે, કૉંગ્રેસના કાર્યક્રમનો અમલ કરવામાં સહકાર આપવાને તત્પર હતા. પોતાના પ્રધાનમંડળમાં તેમને સમાવી લેવાનું કૉંગ્રેસને ગમ્યું હોત, પરં તુ બ્રિટિશરોની તરફદારી કરનારા ભેદુઓ, પોતાના ગઢમાં દાખલ કરતાં કાૅંગ્રેસને બીક લાગી. અને તેથી મુસ્લિમ લીગને પડતી મૂકીને કૉંગ્રેસી પ્રધાનમંડળો રચવામાં આવ્યાં. ગાંધીજીના દૂરંદેશીભર્યા શ્રેષ્ઠ નિર્ણયની વિરુદ્ધ જઈને કૉંગ્રેસના વરિષ્ઠ નેતામંડળે કરે લો એ નિર્ણય પ્રથમ કક્ષાની વ્યૂહાત્મક ભૂલ સમાન પુરવાર થયો. લંબાવવામાં આવેલો જ ે હાથ કૉંગ્રેસે તરછોડ્યો તે બ્રિટિશ સત્તાએ બહુ જ ઉત્સુકતાથી અને આનંદપૂર્વક ઝડપી લીધો. હિં દને પૂછ્યાગાછ્યા વિના તેને યુદ્ધમાં સંડોવવામાં આવ્યું તેના વિરોધમાં ૧૯૩૯ના ઑક્ટોબરમાં કૉંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યાં કે તરત જ વાઈસરૉય લૉર્ડ લિનલિથગોએ તેનો લાભ લઈને એવી જાહે રાત 17


કરી કે, જ ે પ્રાંતોની ધારાસભામાં કૉંગ્રેસની ચોખ્ખી બહુમતી હશે ત્યાં પણ, મુસ્લિમ લીગ સાથે મળીને મિશ્ર પ્રધાનમંડળો રચે એ શરતે જ, તે ફરીથી હોદ્દા પર આવી શકશે. વધુમાં, મુસ્લિમ લીગ તથા બીજી લઘુમતીઓની જ ેમાં સંમતિ અને મંજૂરી ન હોય, એવો કોઈ પણ રાજકીય ફે રફાર કરવામાં નહીં આવે, એવી જાહે રાત કરીને, સઘળી રાજકીય પ્રગતિને રોકી રાખવાની (વીટો) સત્તા ધરાવતા કૉંગ્રેસવિરોધી પક્ષોના જોડાણને સરકારની મંજૂરીની તેમણે લગભગ મહોર મારી આપી. ૧૯૪૦ની ૮મી ઑગસ્ટે લૉર્ડ લિનલિથગોએ આ પ્રમાણે જાહે રાત કરીૹ “જ ેની સત્તાને હિં દના રાષ્ટ્રજીવનનાં વિશાળ અને બળવાન તત્ત્વો સીધેસીધી રીતે પડકારે , એવી કોઈ પણ સરકારને તે (નામદાર શહે નશાહની સરકાર) હિં દની સુલેહશાંતિ તથા સુખાકારી માટેની પોતાની જવાબદારી સુપરત કરવાનું વિચારી શકે નહીં, એ કહે વાની જરૂર નથી. આવાં તત્ત્વો ધાકધમકીને કારણે એવી સરકારને વશ વર્તે એની પક્ષકાર પણ તે ન બની શકે.” આ રીતે, લૉર્ડ લિનલિથગોએ પોતાના હોદ્દાની મુદત દરમિયાન ત્રણ અનિષ્ટો પેદા કર્યાં. તે આ પ્રમાણે છેૹ લઘુમતી અને બહુમતી વચ્ચે સમતુલા (પૅરિટી)ની સ્થાપના, હિં દની રાષ્ટ્રીય એકતા છિન્નભિન્ન કરવા માટે બ્રિટિશ સરકારે આપેલો પરવાનો, તથા પોતાની શરત મુજબ ન હોય, એવી દેશની રાજકીય પ્રગતિને રોકી રાખવાનો લઘુમતીને આપવામાં આવેલો હક (વીટો). પછીથી એ અનિષ્ટો સામે અનુગામી મજૂ ર સરકારને તથા લૉર્ડ લિનલિથગોના અનુગામીઓને ઝૂઝવું પડ્યું અને તેમની બધી જહે મત વ્યર્થ ગઈ. રાષ્ટ્રવાદ તથા લોકશાહીને સુરંગ ચાંપવાનો આને ટપી જાય એવો દાખલો, એ પહે લાંના કે એ પછીના વાઈસરૉયના અમલ દરમિયાન શોધ્યો જડે એમ નથી. 18

૧૯૩પના હિં દશાસન ધારાનો સમવાયતંત્ર અંગેનો ભાગ ઝીણાના પડખામાં શૂળ સમાન હતો. તેનો અમલ કરવામાં આવ્યો હોત તો, પ્રાંતોની જ ેમ કેન્દ્રમાં જવાબદારીનું તત્ત્વ દાખલ થયું હોત. લૉર્ડ લિનલિથગોએ તેને ઉડાવી દેવાની મુસ્લિમ લીગની માગણી માન્ય રાખી અને ૧૯૩૯ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે તેમણે જાહે ર કર્યું કે, સમવાયતંત્ર દાખલ કરવા અંગેની તૈયારી યુદ્ધ પૂરું થતાં સુધી મોકૂ ફ રાખવામાં આવશે. એ જાહે રાત ઝીણાએ ભારે રાહતની લાગણીથી વધાવી લીધી અને ૧૮મી સપ્ટેમ્બરે મુસ્લિમ લીગની કારોબારી સમિતિએ એ મોકૂ ફીની કદર કરતો અને સમવાયતંત્રની યોજનાનો સંપૂર્ણપણે ત્યાગ કરવામાં આવશે એવી આશા દર્શાવતો ઠરાવ પસાર કર્યો. હિં દને યુદ્ધમાં ઘસડવામાં આવ્યું તે સંબંધમાં, હિં દના રાષ્ટ્રવાદીઓએ લીધેલા કડક વલણને કારણે ચર્ચિલની આગેવાની નીચેની બ્રિટનની કૉન્ઝર્વેટિવ મિશ્ર સરકાર તથા વાઈસરૉય લૉર્ડ લિનલિથગોના હાથ નીચેની હિં દમાંની જડસુ નોકરશાહી મિજાજ ખોઈ બેઠી હતી અને કૉંગ્રેસને દબાવવા માટે મુસ્લિમ લીગને મદદ કરવાને તથા તેને બળવાન બનાવવાને તેમનાથી થઈ શકે તે બધું તેમણે કર્યું. ૧૯૪૩ના માર્ચ મહિનામાં બંગાળમાં બરતરફીની ધમકી આપીને ફઝલૂલ હકને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી અને તેની જગ્યાએ નઝીમુદ્દીનની આગેવાની નીચે મુસ્લિમ લીગના પ્રધાનમંડળની સ્થાપના કરવામાં આવી. એ વખતે ફઝલૂલ હક ધારાસભાની બહુમતીનો વિશ્વાસ ધરાવતી મિશ્ર સરકારના વડા હતા. બંગાળના ગવર્નરે વર્ગીકૃ ત જાતિના બે પ્રધાનો ઉમેરીને પોતાના આઠ પ્રધાનોના બનેલા પ્રધાનમંડળને વિસ્તારવાની પરવાનગી ફઝલૂલ હકને આપી નહોતી, પણ પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે તેમણે [ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


નઝીમુદ્દીનને પ્રધાનોની સંખ્યા વધારીને ૧૩ની કરવાની તથા એટલા જ પાર્લમેન્ટરી સેક્રેટરીઓ બનાવવાની રજા આપી. સિંધમાં, પ્રાંતના પ્રધાનમંડળના વડા અલ્લાબક્ષને — તે રાષ્ટ્રવાદી મુસ્લિમ હતા — રાષ્ટ્રવાદી હિં દની સ્વતંત્રતાની માગણી બ્રિટિશરો પૂરી પાડતા નહોતા તેના વિરોધમાં, પોતાનો ‘ખાનબહાદુર’નો તથા ‘ઓ.બી.ઈ.’નો ઇલકાબ પાછો મોકલી આપવા માટે, ૧૯૪૨ના ઑક્ટોબરમાં ગવર્નરે બરતરફ કર્યા. ધારાસભામાંના લીગી નેતાને ગવર્નરે પ્રધાનમંડળ રચવાનું આમંત્રણ આપ્યું અને તે રચવામાં તેમણે તેને મદદ કરી. આસામમાં ધારાસભાના સ્વતંત્ર સભ્ય રોહિણીકુમાર ચોધરીએ દાવો કર્યો કે, પોતે પ્રધાનમંડળ રચી શકે એમ છે, પણ તેમને તેમ કરવાને આમંત્રણ આપવામાં આવ્યું નહીં. પરં તુ ૧૯૪૨ના ઑગસ્ટમાં ગવર્નરે લીગના નેતાને પ્રધાનમંડળ રચવાની સૂચના કરી. મુસ્લિમ લીગ પણ વાઈસરૉયની કારોબારી સભાની બહાર રહી હતી; પણ કૉંગ્રેસની જ ેમ, બ્રિટન હિં દને સ્વતંત્રતા આપતું નહોતું તે માટે નહીં, પણ લીગની કોમવાદી માગણીઓ તે તત્કાળ માન્ય રાખતું નહોતુ એ કારણે. પરં તુ કૉંગ્રેસની “હિં દ છોડો”ની માગણીનો વિરોધ કરીને તે પરોક્ષ રીતે યુદ્ધપ્રયાસોમાં સહકાર આપતી હતી. કૉંગ્રેસની “હિં દ છોડો”ની માગણીને, બ્રિટિશરોને દમદાટી આપવાના તથા લીગને બાજુ એ મૂકવાના પ્રયાસ તરીકે તે વખોડી કાઢતી હતી અને આ રીતે, બ્રિટિશ સત્તા તથા લીગે અણછત રીતે પરસ્પર સહકાર સાધીને ગાડુ ં આગળ ધપાવ્યું. લીગરો વ્યક્તિગત રીતે યુદ્ધપ્રયાસને સબળ ટેકો આપતા રહ્યા. બ્રિટિશ યુદ્ધફં ડમાં સૌથી વધુ ફાળો આપનારાઓ પૈકી કેટલાક લીગના સભ્યો હતા, તથા नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

ખાસ કરીને, મુસ્લિમ લીગનાં પ્રધાનમંડળો સત્તા પર હતાં તે પ્રાંતોમાં, યુદ્ધને લગતા કૉન્ટ્રાક્ટોના રૂપમાં તથા વહેં ચણી કરનારા રોજગારોમાં યુદ્ધ સમયના હિસ્સાના રૂપમાં, મુસલમાનોને એક વર્ગ તરીકે, સારી પેઠ ે લાભ લૂંટવાનો મળ્યો. ધનિક બનેલા સમાજના નીચલા થરના આ લોકોએ, લીગની પાકિસ્તાન માટેની માગણીને વળી વધારે વેગ અને ટેકો પૂરો પાડ્યો. રાજબંધારણના કટ્ટર બ્રિટિશ પંડિતોએ એવો સિદ્ધાંત પ્રવર્તાવવા માંડ્યો કે, હિં દુ તથા મુસલમાનો “વિષમ તત્ત્વો” હોવાથી તથા “રમતના મૂળભૂત નિયમોની બાબતમાં” તેઓ એકમત ન હોવાથી, વધુમતીના મતથી નિર્ણય કરવાનો લોકશાહી સિદ્ધાંત હિં દને લાગુ પડતો નથી. એટલે, મુસલમાનોનો એક કોમ તરીકેનો “આત્મનિર્ણયનો હક” માન્ય રાખવો જોઈએ. આ બિન-લોકશાહી અને પ્રત્યાઘાતી ચાલને મુસ્લિમ લીગના “દ્વિરાષ્ટ્ર”ના સિદ્ધાંતે બંધારણીય સ્વાંગ પૂરો પાડ્યો. વિન્સ્ટન ચર્ચિલ, ઍમેરી, ઝેટ્લૅન્ડ અને વિન્ટર્ટન જ ેવા કૉન્ઝર્વેટિવ પક્ષના અગ્રગણ્ય આગેવાનોએ પાર્લમેન્ટમાં તેમ જ બહાર, તેમનાં ભાષણો દ્વારા, એ સિદ્ધાંતનો પ્રચાર કરવાને તથા પોતાની સંમતિની તેના પર મહોર મારવાને, તેમનાથી બની શકે તે બધું કર્યું. ૧૯૪૧ના નવેમ્બરની ૧૮મી તારીખના પોતાના ભાષણમાં ઍમેરીએ આ પ્રમાણે કહ્યુંૹ “બ્રિટિશ પાર્લમેન્ટના ધોરણ પ્રમાણેના પ્રાંતિક સ્વરાજના અનુભવથી મુસલમાનોને, ખરી કે ખોટી રીતે, ખાતરી થઈ ચૂકી છે કે, … જ ેમાં કારોબારી સત્તા સીધેસીધી રીતે સંસદીય બહુમતીને આધીન હોય, એવી હિં દની કોઈ પણ મધ્યસ્થ સરકારને તેઓ કબૂલ રાખી શકે એમ નથી. प्रांतोमांनो अनुभव दर्शावी आपे छे के, धारासभामांनी ए बहुमती, काॅंग्रेसना वरिष्ठ नेतामंडळनी आज्ञा प्रमाणे चालशे.” (નાગરી મેં કર્યું છે.) મુસ્લિમ લીગથી ઊલટુ,ં કૉંગ્રેસનાં દ્વાર 19


ઘટકો સ્વાયત્ત અને સાર્વભૌમ હોય, એવાં સ્વતંત્ર રાજયોની રચના કરવી. લૉર્ડ લિનલિથગોએ, મુસ્લિમ લીગને પોતાની તાકાત સુદૃઢ કરવામાં તથા જ ે પ્રાંતોમાંથી કાૅંગ્રેસે હોદ્દા પરથી રાજીનામાં આપ્યાં હતાં, તેમાં મુસ્લિમ લીગનાં પ્રધાનમંડળો રચવામાં મદદ કરવાની એકધારી નીતિ પણ અખત્યાર કરી. યુદ્ધ શરૂ થયું ત્યારે પ્રાંતોમાં મુસ્લિમ લીગનું એક પણ પ્રધાનમંડળ નહોતું, પણ લૉર્ડ લિનલિથગો તેમની ગાદી ઉપરથી ૧૯૪૩ની સાલમાં નિવૃત્ત થયા ત્યાં સુધીમાં, પાકિસ્તાન માટે મુસ્લિમ લીગ જ ેમનો દાવો કરતી હતી તે બંગાળ, આસામ, વાયવ્ય સરહદનો પ્રાંત અને સિંધ, એમ ચારે પ્રાંતોમાં, વાઈસરૉયના સક્રિય ટેકાથી, મુસ્લિમ લીગનાં પ્રધાનમંડળો રચાયાં હતાં. ૧૯૪૩ની સાલના ફે બ્રુઆરીમાં આગાખાન મહે લની અટકાયતી છાવણીમાં ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા ત્યાર પછી, સરકારની નીતિ સામેના વિરોધમાં, વાઈસરૉયની કારોબારી સભાના ત્રણ સભ્યોએ રાજીનામાં આપ્યાં અને એ રીતે ખાલી પડેલી જગ્યાઓ પૂરવાને લૉર્ડ લિનલિથગોએ નવી નિમણૂકો કરી ત્યારે , એ દિશામાં એક પગલું આગળ ભરવામાં આવ્યું. ૧૯૪૩ના મેની ૮મી તારીખે धी न्यू स्टेट्समॅन एन्ड नॅशन પત્રે એ સંબંધમાં આ પ્રમાણે ટીકા કરીૹ “નવા આવનારાઓની ટુકડી પ્રભાવશાળી નથી, પરં તુ તેમના સંબંધમાં સૌથી વધુ સૂચક મુદ્દો એ છે કે, કારોબારી સભાની રચનામાં હિં દુઓ અને મુસલમાનો વચ્ચે સભ્યોની સંખ્યામાં સમતુલા (પૅરિટી) હોવી જોઈએ, એવો મિ. ઝીણાનો આદર્શ હવે સિદ્ધ થયો છે. એક વાર આવી પ્રથા પાડ્યા પછી, લઘુમતી કોમ સ્થાપિત હિત તરીકે એને માટે દાવો કરશે. આ અતિશય અવિચારી ફે રફાર લાગે છે.

સૌને માટે ખુલ્લાં હતાં, તેના પત્રક ઉપર મોટી સંખ્યામાં મુસલમાન સભ્યો નોંધાયેલા હતા, એકથી વધુ પ્રસંગોએ મુસલમાન તેના પ્રમુખ બન્યા હતા, તથા મુસલમાનો તેની કારોબારી સમિતિના સભ્યો હતા, તેમ છતાં, કૉંગ્રેસને “હિં દુ” કહીને, તથા ધારાસભાઓમાંના તેણે નીમેલા સભ્યો પાસેથી, જ ેના પાયા ઉપર બ્રિટનની પક્ષપદ્ધતિ નિર્ભર છે, તે પક્ષની શિસ્તનું પાલન કરાવવા માટે, તેને “સર્વસત્તાવાદી” યા “આપખુદ” (ટોટેલિટેરિયન) કહીને વગોવવાની બ્રિટિશ સરકારે ફૅ શન પણ પાડી દીધી હતી. ૧૯૪૦ની સાલના આરં ભમાં ઝીણાએ લૉર્ડ લિનલિથગોની મુલાકાત લીધી — એ મુલાકાત દરમિયાન વાઈસરૉયે સૂચવ્યું કે, મુસ્લિમ લીગે પોતાનું “નકારાત્મક વલણ” છોડી દઈને “નક્કર દરખાસ્તો” રજૂ કરવી જોઈએ — તે પછી તરત જ મુસ્લિમ લીગે, ૧૯૪૦ના માર્ચમાં લાહોર ખાતે, તેના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત અનુસાર, તેની પાકિસ્તાનની માગણી કરતો ઠરાવ સત્તાવાર રીતે પસાર કર્યો, એ બીના “કાગનું બેસવું અને તાડનું પડવું” જ ેવી આકસ્મિક હોય એમ બને, તેમ છતાં, સૂચક છે. એ ઠરાવનો ક્રિયાત્મક ભાગ આ પ્રમાણે છેૹ નીચે મુજબના પાયારૂપ સિદ્ધાંતો પર રચાયેલી ન હોય, એવી બંધારણની કોઈ પણ યોજના, મુસલમાનોને સ્વીકાર્ય થશે નહીં. એ સિદ્ધાંતો આ છેૹ ભૌગોલિક રીતે અડોઅડ આવેલા ઘટકોને અલગ પાડવા અને તેમાં જરૂરી લાગે એવા ઘટતા પ્રાદેશિક ફે રફારો કરીને તેમના વિભાગો (રીજિયન્સ) રચવા; હિં દની વાયવ્ય બાજુ એ આવેલા તથા પૂર્વમાં આવેલા વિભાગોની જ ેમ, જ્યાં મુસલમાનોની બહુમતી હોય તે વિસ્તારોને એકત્ર કરીને, જ ેના અંગભૂત

[ પૂર્ણાહુતિ, ભાગૹ ૧માંથી, ક્રમશઃ]

20

[ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીના ભારતઆગમનથી પુસ્તક પરિચય ચંપારણ સત્યાગ્રહની સફળતા આવરતો ગ્રંથ ઃ ગાંધીજીનો અ�રદેહ – ૧૩ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા પછી હિં દના ‘પ્રશ્નોનો જાતે અભ્યાસ’ કરવા માટે રે લવેમાં ભારતભ્રમણ, એ દરમિયાન દેશ આખામાં ઠેર ઠેર સ્વાગત અને અભિવાદન, ‘દેશની વધારે માં વધારે સેવા’ કરવા અમદાવાદમાં આશ્રમની સ્થાપના, આગામી ત્રણ દાયકા દરમિયાન સ્વરાજ મેળવવા આગળ વધતાં સાહિત્યથી લઈને સત્યાગ્રહ—દરે ક ક્ષેત્રે જ ે સાથીદારો મળવાના છે તેમાંના મોટા ભાગનાનો પરિચય અને તેમના પર ગાંધીજીનો પ્રભાવ, વીરમગામ રે લવે જંકશન પર લેવાતી જકાત નાબૂદી માટેનો પત્રવ્યવહાર અને ચંપારણ સત્યાગ્રહ, અને આ બધાં દ્વારા અખિલ હિં દ કૉંગ્રેસ અને હિં દીઓના હૃદયમાં સ્થાન. …ને આવરી લેતાં અનેક ઐતિહાસિક ઘટનાક્રમ અંગે ગાંધીજીનાં પત્રોલખાણો-ભાષણો-મુલાકાતોને આવરી લેતી ગ્રંથમાળા ગાંધીજીનો અક્ષરદેહનો ૧૩મો ગ્રંથ હિં દના જાહે રજીવનમાં ગાંધીજીનો જ ે પ્રભાવપૂર્ણ પ્રવેશ થયો તેને તેના વિશ્વસનીય દસ્તાવેજરૂપે મૂકી આપે છે. આ ગ્રંથની પ્રસ્તાવના. …

ગાંધીજીના હિં દમાંના કાર્યસમયનો આ પ્રથમ ગ્રંથ આપણને મળે છે.

૧૯૧૫થી ૧૯૧૭ના પ્રથમ નવ માસનો ગાળો આવરી લે છે. ૧૯૧૫ની ૯મી જાન્યુઆરીએ ગાંધીજી મુંબઈ બંદરે ઊતર્યા ત્યારથી એનો પ્રારં ભ થાય છે અને ચંપારણ સત્યાગ્રહના અંત સાથે એ સમાપ્ત થાય છે. ભારત આવીને એમણે ઉતાવળથી કોઈ કાર્યમાં ઝંપલાવવું નહીં પરં તુ કોઈ પણ સાર્વજનિક પ્રશ્ન વિશે કંઈ પણ બોલતાં પહે લાં એક વરસ સુધી ભારતની પરિસ્થિતિનું અવલોકન કરવું અને દેશની પરિસ્થિતિનો અભ્યાસ કરવો એવી ગોખલેની સલાહ ગાંધીજીએ સ્વીકારી હતી. ગાંધીજીએ એક વર્ષ સુધી આ “મૌન વ્રત”નું બંધન સ્વીકાર્યું અને ૧૯૧૫નું લગભગ આખું વર્ષ દેશમાં ઘૂમવામાં તથા નેતાઓને મળી તેમની સાથે વિચારવિનિમય કરવામાં ગાળ્યું. આ વરસની એમની ડાયરી, જ ે આ ગ્રંથમાં ઉતારવામાં આવી છે તેમાં, એમની હિલચાલનો વિગતવાર હે વાલ આપવામાં આવ્યો છે. કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર તથા મહાત્મા મુનશીરામ જ ેઓ પાછળથી સ્વામી શ્રદ્ધાનંદ કહે વાયા, એમના જ ેવી મહાન વ્યક્તિઓ સાથેના સંપર્કનો હે વાલ પણ એમાં नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

દેશમાં આવીને પહે લી તકે ગાંધીજી સૌરાષ્ટ્રનાં કુ ટુબ ં ીજનોને મળ્યા. તે પછી તેમણે પોતાને માટે તથા પોતાના સાથીઓ માટે ફિનિક્સ પરં પરા ચાલુ રહે એવો જીવનમાર્ગ યોજવાના વ્યવહારુ પ્રશ્ન તરફ ધ્યાન આપ્યું. પોતાને માટે જ નહીં, પણ જાહે ર પ્રશ્નોના ઉકેલ માટે નૈતિક શક્તિ અપનાવવાનો એમનો જ ે કાર્યક્રમ હતો તેની સફળતા માટે પણ, કઠોર નૈતિક શિસ્તના આદર્શને ગાંધીજી અનિવાર્ય માનતા હતા. એટલે ૧૯૧૫ના મે માસમાં, એમણે અમદાવાદની બહાર કોચરબમાં એક આશ્રમની સ્થાપના કરી. ઉદ્દેશ એવો હતો કે આ આશ્રમ દેશને માટે જીવન સમર્પણ કરનારા સેવકો તૈયાર કરવાનું કેન્દ્ર બને. આ ઉદ્દેશને અનુસરીને આશ્રમવાસીઓને પાળવાના નિયમો આશ્રમના બંધારણના મુસદ્દામાં (પા. ૮૭-૯૩) આપવામાં આવ્યા છે. આ બંધારણમાં જીવનનાં સામાજિક, આર્થિક, ધાર્મિક અને શૈક્ષણિક એવાં અનેક પાસાંને આવરી લેતો ગાંધીજીનો સમગ્ર કાર્યક્રમ ક્રમબદ્ધ શ્રેણીમાં આપવામાં આવ્યો છે. આશ્રમની સ્થાપના કર્યા પછી ગાંધીજીનું બીજુ ં 21


કાર્ય જનતાને પોતાના આદર્શોની, સત્યાગ્રહના તત્ત્વજ્ઞાનની અને તેનો ભારતની ચોકસ સમસ્યાઓના ઉકેલમાં ઉપયોગ કરવાની કેળવણી આપવાનું હતું. આ કાર્ય એમણે કેવળ મોઘમ સૈદ્ધાંતિક ચર્ચા કરનારા એક ફિલસૂફની પદ્ધતિથી નહીં પરં તુ સાચા અર્થમાં એક પત્રકારની અદાથી કર્યું. ઊંચા કે નીચા સર્વ પ્રકારના લોકો સાથે ભળવાની દરે ક તક એમણે ઝડપી લીધી, અને પ્રસંગને શોભે એ રીતે એમણે પોતાના વિચારો તેમની સમક્ષ રજૂ કર્યા. એમના મનમાં એક વિચાર ઘણા સમયથી ઘોળાયા કરતો હતો કે હિં દીઓએ પોતાના પરસ્પરના વ્યવહારમાં અંગ્રેજીને બદલે પોતાની એવી કોઈ એક દેશી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. સ્વદેશ આવ્યા પછી બીજ ે જ દિવસે, એમના માનમાં યોજવામાં આવેલી ગુજરાતીઓની એક સભામાં, એમણે એમના આ લાંબા સમયથી સેવેલા વિચારનો અમલ કર્યો. તે પછી એઓ જ ે કંઈ બોલ્યા કે એમણે જ ે કાંઈ લખ્યું તે બધાંમાં એમણે તંદુરસ્ત અને સુવ્યવસ્થિત જાહે ર જીવન માટે જરૂરી એવી એક કે બીજી બાબતો વિશે વિવેચન કર્યા કર્યું. આ ગ્રંથમાં સામેલ કરવામાં આવેલાં એમની વાણીનાં સૌથી વધુ નોંધપાત્ર દૃષ્ટાંતોમાં એમનું બહુ ગવાયેલું બનારસ હિં દુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન પ્રસંગનું ભાષણ (પા.૧૯૩-૯) તથા મદ્રાસમાં સ્વદેશી વિશે (પા. ૨૦૨-૭) અને અલ્લાહાબાદમાં આર્થિક વિ. નૈતિક પ્રગતિ વિશે (પા. ૨૮૫-૯૨) કાળજીપૂર્વક તૈયાર કરે લાં પ્રવચનોનો સમાવેશ થાય છે. પરં તુ આ સમયમાં ગાંધીજીએ જ ે પ્રશ્ન પર સૌથી વધુ ધ્યાન આપ્યું તે તો કેળવણીનો પ્રશ્ન હતો. હકીકતમાં તો, તેઓ ખાસ કરીને આ ગ્રંથમાં એક કેળવણીકાર તરીકે બહાર આવે છે. એમણે જોયું કે જો હિં દુસ્તાને પોતાનું અસલી સ્વરૂપ અને પોતાની સર્જન શક્તિ અબાધિત રાખવાં હશે તો 22

તેણે પોતાની શિક્ષણપદ્ધતિમાં ધરમૂળથી પરિવર્તન કરવું પડશે. એણે એને એવું સ્વરૂપ આપવું પડશે કે જ ેથી પુસ્તકિયા જ્ઞાન ઉપર મુકાતો ભાર ઓછો થાય અને સાથે સાથે અત્યારે કેન્દ્રસ્થાન પચાવી પાડનારી અંગ્રેજી ભાષા પદચ્યુત થાય. એમના આ વિષય પરના વિચારો ચંપારણથી અમદાવાદમાં વસતા મિત્રો ઉપર લખેલા એમના પત્રોમાં તથા રાષ્ટ્રીય શાળાના માહિતીપત્રમાં (પા. ૩૦૬-૮) કંઈક વિગતથી મળી આવે છે. પરં તુ જ્યારે જ્યારે એમને વિદ્યાર્થીઓને સંબોધવાનો પ્રસંગ મળતો ત્યારે ત્યારે લગભગ દરે ક વખતે તેઓ આ પ્રશ્નની બધી બાજુ થી ચર્ચા કરતા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા તો છોડ્યું હતું, પરં તુ એમના મનમાંથી એ દેશ વિશેની ચિંતા દૂર થઈ નહોતી. જ ે. બી. પિટીટને એમણે લખેલા પત્રમાં (પા. ૧૦૧-૭) સત્યાગ્રહનિધિનો વિગતવાર હિસાબ આપવા ઉપરાંત એમણે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ સંગ્રામનું ટૂ કં ું સિંહાવલોકન પણ કરે લું છે. સત્યાગ્રહ સંગ્રામની મર્યાદાઓ અને સિદ્ધિઓ, તથા ૧૯૧૪ના સમાધાનથી શું પ્રાપ્ત થયું અને હજી શું પ્રાપ્ત કરવાનું બાકી છે, એ સઘળી વાતો એમાં દર્શાવવામાં આવી છે. વેસ્ટ, કુમારી શ્લેશિન અને લૅઝરસને લખેલા એમના પત્રો ઉપરથી પણ એ વાત દેખાઈ આવે છે કે ત્યાંના લોકોના કલ્યાણમાં રસ લેવાનું એમણે ચાલુ રાખ્યું હતું. પરં તુ દક્ષિણ આફ્રિકાના બધા પ્રશ્નોમાં જ ે પ્રશ્નની એમને સૌથી વધારે ચિંતા હતી તે ગિરમીટની પ્રથાનો પ્રશ્ન હતો. ગિરમીટ પ્રથાને તેઅો એક એવી બૂરાઈ સમજતા હતા કે જ ેમાં સુધારો કરવાનું અશક્ય હતું, એનો તો સમૂળગો નાશ જ કરી શકાય. ડિસેમ્બર, ૧૯૧૬માં લખનૌ કાૅંગ્રેસમાં આ પ્રથાની વિરુદ્ધ એક ઠરાવ પસાર થયો. ત્યાર બાદ એમણે એના પર વિશેષ જોરથી પ્રહારો કરવા માંડ્યા. અમદાવાદ, મુંબઈ, સુરત, કરાંચી, કલકત્તામાં [ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


એક પછી એક ભરાયેલી સભાઓમાં એમણે માગણી રજૂ કરી કે મે ૩૧, ૧૯૧૭ પહે લાં હિં દીઓને દેશ બહાર મોકલવાનું બંધ કરવામાં આવે, અને આખરે વાઇસરૉયે આ માગણી કબૂલ રાખી. આંતરિક રાજકારણ સંબંધમાં ગાંધીજીએ બ્રિટિશ મુત્સદ્દીઓની ન્યાયબુદ્ધિ અને ઉદારતામાં પોતાનો વિશ્વાસ ચાલુ રાખ્યો, અને એવી શ્રદ્ધા રાખી કે એ લોકોને એમના કર્તવ્યનું ભાન કરાવવા માટે જ ે કાંઈ જરૂરનું છે તે એટલું જ છે કે એમના ઉપર લોકમતનું પૂરતું દબાણ લાવવું. ત્રાસવાદી પદ્ધતિઓના એમના અસંદિગ્ધ વિરોધ માટે જ ેટલે અંશે તેમની નૈતિક દૃષ્ટિ કારણરૂપ હતી તેટલે જ અંશે તેમની બ્રિટિશ રાજનીતિજ્ઞોમાંની આસ્થા પણ કારણરૂપ હતી. એમણે કાૅંગ્રેસ-લીગ સુધારા યોજનાને પોતાનો ટેકો આપ્યો અને એની તરફે ણમાં લોકમત તૈયાર કરવામાં મદદ કરી. (પા. ૪૯૪-૫) ચંપારણની લડત પણ બ્રિટિશ ન્યાયભાવના પ્રત્યેની એમની એવી જ શ્રદ્ધા વડે ઓતપ્રોત થયેલી હતી. આ લડતમાં તેઓ વત્તેઓછે અંશે આકસ્મિક રીતે ખેંચાયા હતા, અને તેને રાજકીય આંદોલન નહીં પણ મુખ્યત્વે કરીને એક પરોપકારનું કાર્ય માનતા હતા, તેમ છતાં જો સક્રિય સત્યાગ્રહ આવી પડે તો તે માટે પણ તેઓ તૈયાર હતા. એમના ઉપર ચંપારણ જિલ્લો છોડી જવાનો હુકમ બજાવવામાં આવ્યો, પરં તુ તેમણે તેને તાબે થવાની ના પાડી, અને એપ્રિલ ૧૮, ૧૯૧૭ને રોજ અદાલતમાં એક નિવેદન કરતાં (પા. ૩૪૬-૭), હિં દુસ્તાનમાં પહે લી વાર સવિનય કાનૂનભંગના નૈતિક ધોરણની વ્યાખ્યા આપીૹ “કાનૂનભંગની સજા વિરોધ કર્યા વિના સહન કરવાની છે. … એનું કારણ એ નથી કે કાયદેસર સ્થપાયેલી સરકાર પ્રત્યે આદરનો અભાવ છે, પરં તુ એ છે કે આપણા જીવનના ઉચ્ચતર કાનૂનનું — અંતરાત્માના અવાજનું — પાલન કરવાનું नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

છે.” હિં દુસ્તાનની ભૂમિ પર આરં ભાયેલો આ પ્રથમ સત્યાગ્રહ સંપૂર્ણ રીતે સફળ થયો હતો. ૨૧મી એપ્રિલે અખબારોને આપેલા એક નિવેદનમાં (પા. ૩૪૯) ગાંધીજીએ જાહે ર કર્યું કેૹ “સરકારની સૂચનાથી મુકદ્દમો પાછો ખેંચવામાં આવ્યો છે. મારી મારફતે થનારી તપાસમાં અધિકારી વર્ગ મને મદદ કરશે, એવું સૂચન આપવામાં આવ્યું છે. અને તે માટે હં ુ સરકારનો આભારી છુ … ં ” આખરે ગાંધીજીએ તપાસનું કાર્ય વિધિસર પૂરું કર્યું અને “ચંપારણમાં કિસાનોની સ્થિતિ વિશે અહે વાલ” (પા. ૩૫૮-૬૩) સરકારને સુપરત કર્યો. એ અહે વાલ ઉપરથી જણાય છે કે ગાંધીજીએ સર્વ હકીકતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરવા તસ્દી લીધી હતી અને તે રજૂ કરવામાં એમણે સંયમ અને તટસ્થતા જાળવ્યાં હતાં. આ અહે વાલ સત્યાગ્રહની સાચી ભાવનાનું ઉદાહરણ પૂરું પાડે છે. એમાં સ્વમાનનું ગૌરવ પણ છે અને સમાધાનને માટે ઉત્સાહ પણ છે. જ ે માગણીઓ કરે લી છે તે ઓછામાં ઓછી છે, પરં તુ તેનો તાત્કાલિક અમલ કરવાનો આગ્રહ રાખ્યો છે. ગોરા જમીનદારોમાં અંગ્રેજ પ્રજાના ગૌરવની ભાવનાને ઉત્તેજવાનો પ્રયાસ કરતાં એમણે લખ્યુંૹ “આ કાર્ય મેં એવી આશાથી હાથમાં લીધું છે કે પૂરેપૂરી વ્યક્તિગત સ્વતંત્રતા અને સ્વાધીનતા એ દરે કનો જન્મસિદ્ધ હક્ક છે એવું માનનારા અંગ્રેજો તરીકે તેઓ પોતાના ગૌરવને શોભે તેવું વર્તન રાખશે અને પોતાની આશ્રિત રૈ યતને પણ સ્વતંત્રતા આપવાની ઉદારતા દાખવશે.” (પા. ૩૬૩) પ્રારં ભમાં અંગ્રેજોની બાબતમાં એમને આ પ્રયાસમાં સફળતા મળી નહીં, પરં તુ આખરે સરકારે એમની વાત માન્ય રાખી. એક તપાસ સમિતિ નીમવામાં આવી. એના સભ્યોમાં એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો. સમિતિની કાર્યવાહી ચલાવતાં ગાંધીજીને નાનામાં નાની બાબત માટે લડવું પડ્યું અને કિસાનનું હિત સાધવા માટે 23


ભારે સોદાબાજી કરવી પડી. આખરે એમની સમાધાન પ્રિય નીતિનો બદલો મળ્યો. ૩જી ઑક્ટોબરે સમિતિના અહે વાલ ઉપર સઘળા સભ્યોએ એકમતે સહીઅો કરી. આ રીતે ગાંધીજીએ પોતાનો એ ઉદ્દેશ પાર પાડ્યો કે “બગીચામાલિકો અને કિસાનો વચ્ચે પરસ્પર એવી શાંતિ સ્થપાય કે જ ેથી કિસાનોને પણ એટલી સ્વતંત્રતા અને પ્રતિષ્ઠા મળે કે જ ેટલી મનુષ્યમાત્રને મળવી જોઈએ. (પૃ. ૩૯૭) આ સમય દરમિયાન ગાંધીજીએ ટિળક, મિસિસ બેસંટ, લાલા લજપતરાય, પંડિત મદનમોહન માલવિયા, અને પૂનાના ભારત સેવક સમાજના સભ્યો જ ેવા અનેક લોકનાયકો સાથે સંબંધ કેળવ્યો, અને વિનોબા, મશરૂવાળા, મહાદેવ દેસાઈ, રાજ ેન્દ્રપ્રસાદ, કૃ પાલાની, કાલેલકર, જમનાલાલ બજાજ, સી. એફ. ઍન્ડ્રૂ ઝ અને બીજાઓને પોતાના

સહકાર્યકર્તાઓ તરીકે એકઠા કર્યા. આ ગ્રંથમાં પણ એમના અંગત પત્રો પૂરતા પ્રમાણમાં છે. એમાંના કેટલાક ઉપરોક્ત સજ્જનોને લખેલા છે અને કેટલાક અન્ય લોકોને લખેલા છે. એમનાં સામાન્ય લખાણો અને જાહે ર ભાષણોની સરખામણીમાં આ પત્રો વધુ મીઠાશભર્યા અને અનૌપચારિક છે. કુમારી ઍસ્થર ફે રિંગ ઉપરના એમના પત્રો આ ગ્રંથમાં પહે લી વાર આવે છે. એ પત્રો આત્મીયતાની ભૂમિકા પરથી લખાયેલા છે. એમ જણાય છે કે જાહે ર જીવનનો થાક ઉતારવા અને સ્ફૂર્તિ મેળવવા ગાંધીજી આત્મીયતાની આ ગંગામાં ફરી ફરીને ડૂ બકી મારતા હતા. પત્રો દ્વારા આત્મીય ભાવ દર્શાવીને તેઓ રાહત અનુભવતા અને આપતા. તેઓ કહે તાૹ “મારી શ્રદ્ધાએ મારી રક્ષા કરી છે… પ્રેમની સાથે ધીરજ અને નમ્રતા હોવાં જોઈએ.” 

અભ્યાસીઓએ વસાવવા જેવી ગ્રંથમાળાઃ ગાંધીજીનો અ�રદેહ

ગાંધીજીના અવસાન પછી તેમનાં લખાણોને ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી સમયાનુક્રમ પ્રમાણે પ્રસિદ્ધ કરવાની યોજના હે ઠળ તેમનાં પત્રો, લેખો, મુલાકાતો, ભાષણો સમાવીને તેને પુસ્તકાકારે પ્રકાશિત કરવામાં આવ્યાં. અંદાજ ે ૫૦૦ પાનાંના એક એવા સો ગ્રંથો અંગ્રેજીમાં The Collected Works of Mahatma Gandhi, હિન્દીમાં संपूर्ण गांधी वांङ्मय અને ગુજરાતીમાં ગાંધીજીનો અક્ષરદેહ નામે પ્રકાશિત થયાં છે. ગુજરાતીમાં ૮૨ ગ્રંથ પ્રકાશિત થઈ ગયા છે. પુ. ૧-૨ (સંયુક્ત), ૩ (દરે કના) 50.00 પુ. ૨૪થી ૨૮ (દરે કના) 16.50 પુ. ૪ 300.00 પુ. ૨૯ 400.00 પુ. ૫થી ૧૦ (દરે કના) 50.00 પુ. ૩૦ 400.00 પુ. ૧૧ 100.00 પુ. ૩૧થી ૪૭ (દરે કના) 16.50 પુ. ૧૨થી ૧૪ (દરે કના) 50.00 પુ. ૪૮થી ૬૯ (દરે કના) 20.00 પુ. ૧૫થી ૧૮ (દરે કના) 300.00 પુ. ૭૦થી ૭૨ (દરે કના) 100.00 પુ. ૧૯ 16.50 પુ. ૭૩થી ૮૧ (દરે કના) 30.00 પુ. ૨૦ 300.00 પુ. ૮૨ 150.00 પુ. ૨૧, ૨૨ (દરે કના) 16.50 પુ. ૨૩ 300.00 કુ લ ૧થી ૮૨ ભાગના 5,122.50 24

[ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધી ઃ એક અનોખું નેતૃત્વ

પુસ્તક વિશે

એમ. એન. વેંકટચેલૈયા ‘દિલ્હીની મારી છેલ્લી મુલાકાત વખતે ગાંધીજીને વંદન કરવા માટે જ્યારે હં ુ ગાંધીસમાધિ પાસે ઊભો હતો ત્યારે મને મનમાં વિચાર આવી રહ્યો હતો કે જ ેમાં કોઈ દેશનેતાએ રાજકીય મુક્તિ મેળવવા માટે સફળતાપૂર્વક જંગ ખેલીને કેવળ પોતાના દેશબંધુઓનું જ નહીં, પરં તુ જ ેના શાસનમાંથી પોતે તે દેશના લોકોને મુક્ત કરવામાં સહાય કરી તે રાષ્ટ્રનું પણ કલ્યાણ કર્યું હોય એવું કોઈ બીજુ ં ઉદાહરણ ક્યારે ય સાંપડે ખરું ? ગાંધીજીએ ભારત ઉપર શાસન કરવાનું મારા દેશના લોકો માટે અશક્ય બનાવી દીધું અને સાથે સાથે આ કાર્ય એમણે એવી રીતે સિદ્ધ કર્યું કે કોઈ પણ પ્રકારની ભોંઠપ, માનહાનિ કે અપકીર્તિ વહોર્યા વગર બ્રિટિશરો માટે આ દેશમાંથી પાછા હટી જવાનું શક્ય બન્યું.’ વીસમી સદીના વિખ્યાત ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયન્બીએ ગાંધીજીને આપેલી આ અંજલિ તેમના અદ્ભુત અને અપરં પારગત નેતૃત્વની સૂચક છે. ગાંધીજીના આ નેતૃત્વ અંગે વિશ્વના અનેક ક્ષેત્રના મહાનુભાવો અને અનેક લડતોના નેતા પરના પ્રભાવને ઝીલતા પુસ્તક Gandhi’s outstanding Leadership (લે. પાસ્કલ એલન નાઝરે થ, વિવિધ દેશોમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત) નો ગુજરાતી અનુવાદ (કેયૂર કોટક) નવજીવને હાલમાં જ પ્રકાશિત કયો છે. આ પુસ્તકની પ્રસ્તાવના સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એમ. એન. વેંકટચેલૈયાએ લખી છે. એ પ્રસ્તાવના…

ગાંધીજીનું નેતૃત્વ, સિદ્ધિ અને પ્રભાવ

સૉક્રેટિસની સરખામણી ‘પહાડના એ શિખર રહ્યા હતા.” સાથે કરવામાં આવી છે, જ ે અસ્ત થતા સૂર્યના અંતિમ કિરણથી પ્રકાશિત રહે છે.’ ‘જ્યાં સુધી સત્યનું શાસન રહે શે’ અને ‘મૃત્યુ કરતાં જીવન વધારે શક્તિશાળી રહે શે’, ત્યાં સુધી સૉક્રેટિસ અને ગાંધીજી બંને સદાચારના પ્રકાશપુંજ બની રહે શે. ગાંધીજીના વિદ્વાન પૌત્ર રાજમોહન ગાંધી પોતાના દાદા અંગેના વિચારોને સુંદર રીતે વ્યક્ત કરતા કહે છે કે “મારા દાદા ગાંધીનું વ્યક્તિત્વ આશ્ચર્યજનક હતું, ઘણા બધા લોકો માટે તેઓ કઠોર હતા, પરં તુ પોતાના માટે કઠોરતમ, સત્યને વશ, પ્રેમ પ્રત્યે દૃઢ, સમગ્ર સૃષ્ટિના દુ:ખનિવારણ માટે પોતાનું બલિદાન આપવા તત્પર, ક્યારે ક ક્યારે ક જિદ્દી અને સ્વાભાવિક રીતે સાહસિક હતા. તેમણે અંગ્રેજો સામેના સંઘર્ષમાં ભારતરૂપી નૈયાનું સુકાન સફળતાપૂર્વક સંભાળ્યું હતું. તેઓ વીસમી સદીની દુનિયા માટે આઝાદી મેળવવા પ્રેરણારૂપ બની

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

ગાંધીજીનું જીવનકવન લખનાર લેખક લૂઈ ફિશર જનરલ ઓમર બ્રેડલીને ટાંકીને કહે છે કે, “આપણે ત્યાં ઘણા લોકોને વિજ્ઞાનમાં શ્રદ્ધા છે, પણ બહુ ઓછા લોકોને ઈશ્વરમાં આસ્થા છે. આપણે અણુનું રહસ્ય તો જાણી લીધું, પણ ‘સર્મન ઑન ધ માઉન્ટ’નો અસ્વીકાર કર્યો છે. ગાંધીએ અણુનો અસ્વીકાર કર્યો અને ‘સર્મન ઑન ધ માઉન્ટ’ને આત્મસાત્ કર્યું. તેમને અણુવિજ્ઞાનમાં બહુ ઓછી સમજણ પડતી હતી, પણ નીતિશાસ્ત્રના મહામાનવ હતા. તેઓ હિં સા વિશે કશું જાણતા નહોતા, પણ વીસમી સદીના જીવનની વિટંબણાઓ વિશે ઘણી બધી જાણકારી અને સમજણ ધરાવતા હતા.” માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) એ પોતાના પુસ્તક પિલગ્રિમિજ ટૂ નૉનવાયોલન્સ (Pilgrimage to Nonviolence)માં જાહે ર કર્યું કે, “જો આપણે માનીએ મનુષ્યજાતિને જીવવાનો અધિકાર છે, તેનું 25


અસ્તિત્વ ટકાવી રાખવાનો હક છે, તો આપણે યુદ્ધ અને વિનાશનો વિકલ્પ શોધવો પડશે. અંતરિક્ષયાનો, હાઇડ્રોજન બોંબ અને મિસાઇલના આ યુગમાં આપણી સામે બે જ વિકલ્પ છે — અહિં સાના માર્ગે સમગ્ર વિશ્વમાં શાંતિ અને પ્રેમનું સામ્રાજ્ય સ્થાપિત કરીએ અથવા સમગ્ર દુનિયાનો સર્વનાશ કરીએ.” નવેમ્બર, ૧૯૮૯માં ચેકોસ્લોવાકિયાના પાટનગર પ્રાગમાં વેન્સેસ્લાસ ચોકમાં હજારો નાગરિકોએ એકત્ર થઈને સોવિયેત સંઘમાંથી મુક્તિ મેળવવા સત્યાગ્રહ કર્યો હતો. તેમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ સામેલ હતા. તેમના હાથમાં પુષ્પો અને મીણબત્તીઓ હતાં. તેઓ લીલા ઝંડા લહે રાવતા હતા. જ્યારે પોલીસે ઘેરો ઘાલીને તેમની ઉપર હુમલો કર્યો હતો, ત્યારે તેમના નેતા વેક્લાવ હે વેલે ‘ગાંધીચીંધ્યા માર્ગે’ અહિં સાનો માર્ગ અપનાવવાની અપીલ કરી હતી. તેઓ ચોક પર શાંતિથી બેસી ગયા હતા અને તેમણે પાંચ દિવસ સુધી સતત બાળગીતોનું ગાન કર્યું હતું. સત્યાગ્રહની આ રીત કારગત નીવડી હતી અને ચેકોસ્લોવાકિયાના નાગરિકોની ‘વેલ્વેટ ક્રાંતિ’ (Velvet Revolution) સફળ થઈ હતી. હે વેલે તેને ‘અસત્ય વિરુદ્ધ સત્ય, પાપ વિરુદ્ધ પુણ્ય, હિં સા સામે અહિં સા અને દુરાગ્રહ સામે માનવતાના સત્યાગ્રહ’નું નામ આપ્યું હતું. ‘આજ ે પણ ગાંધી અને તેના સિદ્ધાંતો પ્રસ્તુત છે?’ આવો પ્રશ્ન સંશયવાદીઓ ઉઠાવે છે. તેમને માનવતા અને સંસ્કૃતિનાં મૂળતત્ત્વોમાં જ વિશ્વાસ નથી. જ ેમ જીવવા શ્વાસ લેવો જરૂરી છે, તેમ માનવતા અને સભ્યતા માટે ગાંધીજી અને તેમનું દર્શન અનિવાર્ય છે. મહાત્મા ગાંધી ઍન્ડ માર્ટિન લ્યૂથર કિંગ જુ નિયર: ધ પાવર ઑફ નૉન વાયોલન્ટ ઍક્શન (Mahatma Gandhi and Martin Luther King Junior: The Power of Nonviolent Action) નામના પુસ્તકનાં લેખિકા મેરી ઈ કિંગના શબ્દોમાં 26

કહીએ તો, “ગાંધીજી આઠ પ્રકારના અત્યાચારો સામે સશક્ત સંઘર્ષ અને સત્યાગ્રહના માર્ગદર્શક હતા. વીસમી સદીમાં ગાંધીચીંધ્યા માર્ગે આ આઠ સંઘર્ષના સાક્ષી આપણે બન્યાં છીએ. જાતિવાદ વિરુદ્ધ, સામ્રાજ્યવાદ વિરુદ્ધ, રં ગભેદ વિરુદ્ધ, લોકતાંત્રિક શાસનવ્યવસ્થા સ્થાપિત કરવા અર્થે, આર્થિક શોષણ વિરુદ્ધ, મહિલાઓના સશક્તીકરણ માટે પુરુષપ્રધાન માનસિકતા વિરુદ્ધ, ધાર્મિક અને જાતીય ચડિયાતાપણાના ખ્યાલ વિરુદ્ધ અને સરમુખત્યારશાહી સામે રાજકીય પરિવર્તન કરવા અહિં સક સંઘર્ષ માટે. જ્યાં સુધી આંતરિક કલહ, દુશ્મનાવટ, જાતીય શોષણ, ધાર્મિક અશાંતિ, આંતરિક ઘર્ષણ અને સૈનિક આધિપત્યનો ડર રહે શે, ત્યાં સુધી લોકોને ગાંધીચીંધ્યા માર્ગે ચાલવું જ પડશે. એટલે જ્યાં સુધી સંઘર્ષ છે, ત્યાં સુધી ગાંધીજીના વિચારો દીવાદાંડી બની રહે શે.” ‘માનવાધિકારની જાહે ર ઘોષણા’ (Universal Declaration of Human Rights)ના વીસમા વર્ષે ‘ફ્રીડમ ઍન્ડ ઇક્વૉલિટી’ (Freedom and Equality) (સ્વતંત્રતા અને સમાનતા) વિષય પર નોબેલ પુરસ્કારથી સન્માનિત ફ્રાંસના કાયદાશાસ્ત્રી અને યુરોપિયન માનવાધિકાર અદાલતના મુખ્ય ન્યાયાધીશ પ્રોફે સર રે ને-સેમ્યુઅલ કેસિને કહ્યું હતું કે, “જો આપણે આપણું અસ્તિત્વ જાળવી રાખવું હોય, તો આ જાહે ર ઘોષણાપત્ર ‘યુનિવર્સલ ડેક્લેરે શન’ (Universal Declaration)ની પ્રથમ કલમનો અમલ કરવા સિવાય બીજુ ં કશું કરવાનું નથી. મહાત્મા ગાંધીએ સ્વતંત્રતાનો ઉપયોગ પોતાની ફરજોનું પાલન કરવા માટે અને પોતાના સાથીદારો સાથે સમાનતા અને ભાઈચારો સ્થાપિત [અનુસંધાન પૃ. 34 ઉપર] [ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


હૃદયરોગ ઃ સવા�ગી અભિગમ

પુસ્તક વિશે

ડૉ. રમેશ કાપડિયા એકવીસમી સદીનો દોઢ દાયકો પસાર કરી ચૂકેલા આપણા માટે હૃદયરોગ, હવે સમજવો કે સમજાવવો અઘરો પડે એવો રોગ રહ્યો નથી. હૃદયરોગ થવાનાં જ ે મુખ્ય કારણો છે તેમાં ધૂમ્રપાન, મેદસ્વીતા, બેઠાડુ જીવન, સ્ટ્રેસ વગેરેથી ગ્રસ્ત અનેક લોકોને આપણી આસપાસ જોઈ રહ્યાં છીએ. વારસાગત લક્ષણોને અવગણીએ તો પેટ ચોળીને શૂળ ઊભું કરવા જ ેવી આ સ્થિતિમાં prevention is better than cure જ લાભદાયક છે તે સમજી શકાય એવી બાબત છે, પરં તુ ‘શરીરમાં થતો કોઈ પણ રોગ કેવળ શારીરિક નથી પણ એને માનસિક અને આધ્યાત્મિક પાસાંઓ પણ છે.’ એ સમજવું અઘરું પડે તો વિશ્વ સ્તરે જાણીતા કાર્ડિયાક ડૉ. રમેશ કાપડિયાના પાંચ દાયકાના અનુભવે લખાયેલા કેટલાક આરોગ્યસાહિત્યની સફર કરવા જ ેવી છે. હૃદયરોગ અને યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામ અંગેનાં તેમનાં નાનાંમોટાં દસ પુસ્તકોના સંપાદિત સંપુટમાંથી આ આચમન…

હૃદયરોગની સમસ્યા, સારવાર અને સાવધાની

હં ુ આશાવાદી છુ .ં વિજ્ઞાનના સુવર્ણયુગમાં જીવવાનું

હૃદયરોગ ઃ સર્વાંગી અભિગમ લે.ૹ ડૉ. રમેશ કાપડિયા પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2010 ISBNૹ 978-81-7229-418-2 પેપર બૅક સાઇઝૹ 5.5 × 8.5 પાનાંૹ 22 + 250 • ૱ 150

કૉરોનરી હૃદયરોગની સમસ્યા આજ સુધી વણઉકલી રહી છે. એટલું જ નહીં પણ ત્રીસ વર્ષની વયજૂ થના યુવાનોમાં એનું પ્રમાણ ઘણી ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દુનિયાભરમાં આ રોગનું પ્રમાણ વધ્યું છે. હૃદયરોગના વધતા જતા પ્રમાણની યાદીમાં ભારતનું સ્થાન સૌથી ઉપર છે! વંશપરં પરાગત વલણ, લોહીનું ઊંચું દબાણ, મધુપ્રમેહ, ઊંચું કોલેસ્ટરૉલ, ધૂમ્રપાન, બેઠાડુ જીવન વગેરે આ રોગનાં મુખ્ય કારણો લેખાયાં છે. આહારની ટેવમાં ફે રફાર, હળવી કસરતો અને ધૂમ્રપાનના ત્યાગથી રોગની માત્રામાં કંઈક અંશે ફે રફાર થયો છે ખરો, પણ રોગનું પ્રમાણ ખાસ ઘટ્યું નથી. ઊલટુ,ં હવે તો યુવાનોને જ્યારે આ રોગ થાય છે ત્યારે ઘણા કિસ્સાઓમાં પ્રચલિત કારણોમાંનું એકેય કારણ જોવા મળતું નથી. કૉરોનરી હૃદયરોગ માટે ડૉ. ડીન ઓર્નિશે કરે લાં સંશોધનોમાં સ્પષ્ટ રીતે સમજાયું છે કે દવા અને શસ્ત્રક્રિયાના પરં પરાગત ઉપચારો ઉપરાંત મનુષ્યની જીવનશૈલીમાં ફે રફાર લાવવાથી રોગની માત્રામાં મૂળભૂત રીતે ફે રફાર થાય છે. વળી, જીવનશૈલીમાં

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

27

મને ખૂબ રોમાંચક લાગે છે. વિજ્ઞાને તથા ધર્મેઅધ્યાત્મે પરસ્પર હાર્દિક આલિંગન કર્યું છે. આ મંગળ અને દુર્લભ મિલન છે. વિજ્ઞાને આધુનિક દુનિયાને સુનિશ્ચિત સ્વરૂપ આપ્યું છે. વર્તમાન વિચારધારા તે વૈજ્ઞાનિક વિચારધારા છે.


ફે રફાર લાવવાનું કામ જ ે અગાઉ કઠિન ગણાતું હતું તે હવે ‘ધ્યાન’ અને ‘શવાસન’થી સરળ બને છે એ પણ પુરવાર થયું છે. આ કોઈ નાનીસૂની ઘટના નથી. કૉરોનરી હૃદયરોગની સારવારમાં આ સીમાચિહ્નરૂપ સંશોધન છે. શરીરમાં થતો કોઈ પણ રોગ કેવળ શારીરિક નથી પણ એને માનસિક અને આધ્યાત્મિક પાસાંઓ પણ છે. મનુષ્યની ચેતનાનો પ્રભાવ હરકોઈ રોગ ઉપર પડે છે. બાહ્ય પ્રકૃ તિનાં રહસ્યોની શોધખોળથી ભૌતિક વિજ્ઞાને શરૂઆત કરી, પરં તુ આ શોધખોળને અંતે વિજ્ઞાન જ ે ગહનતમ રહસ્ય છે તે માનવ, તેનું મન અને ચેતનાના રહસ્યની સન્મુખ આવી ઊભું. ૨૦મી સદીના વિજ્ઞાનનાં અવલોકનો વિશ્વના મૂળભૂત ઐક્યને પ્રગટ કરે છે. આપણે સહુ અનેક રીતે ભિન્ન હોવા છતાં એક સ્તરે એક જ છીએ, આપણા સહુનું મૂળતત્ત્વ એક જ છે. અનેકવિધ બાહ્ય અસ્તિત્વની ભીતરમાં એક અવિનાશી તત્ત્વ છુ પાયેલું છે. પરમતત્ત્વના એ સર્વગુણો આપણામાં પૂરેપૂરા વિકસાવવા માટે અંતરાયરૂપ હોય તો આપણી ભાવનાઓમાં ઊભરાતી અસંવાદિતા (discord) છે. જો અસંવાદિતા આપણે દૂર કરી સંવાદિતા લાવી શકીએ તો આપણા મૂળતત્ત્વની સર્વ ઉપકારક શક્તિઓ આપણા જીવનમાં વિકસે અને આપણે નિરામય દીર્ઘાયુ માણી શકીએ. સ્વાસ્થ્ય અને સંવાદિતા અદ્ભુત રીતે સંકળાયેલાં છે. એટલે મનમાં સંવાદિતા જળવાય, પ્રસન્નતા રહે તે ઘણું અગત્યનું છે. ઐક્યની અનુભૂતિ થતાં મનમાં સંવાદિતા જાળવવાનું સહે લું બને. શવાસન અને ધ્યાન એ ઐક્યની અનુભૂતિ કરવા માટે સહે લું અને શ્રેષ્ઠ સાધન છે. આ રીતે વિજ્ઞાન તથા ધર્મ અથવા ભૌતિક તથા અધ્યાત્મ વિજ્ઞાન વચ્ચે કોઈ સંઘર્ષ નથી. સત્યની 28

શોધ કરવાનો, બંનેનો સમાન હે તુ છે. પરં તુ બંનેમાંથી કોઈ પણ એકલું અપર્યાપ્ત અને નિ:સહાય છે. અમે ૨ ઑક્ટોબર, ૧૯૯૧ના દિવસે યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામની સ્થાપના કરી. આજ સુધી અનેક દર્દીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. આટલાં વર્ષોના અભ્યાસ પછી એક મહત્ત્વની શોધ એ છે કે જ ે લોકો કાર્યક્રમમાં શીખવવામાં આવતી રિલેક્સેશન ટૅક્‌નિક શવાસન અને ધ્યાનને નિયમિત અનુસરે છે એમને હોસ્પિટલમાં દાખલ થવું પડે એટલી હદનો ઍન્જાઈના [ચેસ્ત પેઇન] ભાગ્યે જ થાય છે. કાર્યક્રમની બીજી અગત્યની શોધ એ છે કે એમાં નિયમિત ભાગ લેનારા દર્દીઓમાં ધમનીઓ માટે ઉપકારક HDL કોલેસ્ટરૉલનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. ઉપરાંત કાર્યક્રમમાં ભાગ લેનાર સભ્યોને બાયપાસ સર્જરી અથવા ઍન્જિયોપ્લાસ્ટી ફરી વાર કરાવવાની પણ ભાગ્યે જ જરૂર પડી છે. નિયમિત દવાઓ સાથે શવાસન અને ધ્યાન દ્વારા શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય કેળવીને તનાવને રોકવાની શક્તિ મળતાં ઘણા દર્દીઓ બાયપાસ સર્જરી જ ેવી ખર્ચાળ સારવારમાંથી બચી જાય છે. સામાન્ય ગતિએ ચાલવા જ ેવી હળવી કસરત, ઓછી ચરબીવાળો અને રે સાયુક્ત શાકાહારી ખોરાક, શવાસન, ધ્યાન અને સમૂહચર્ચા એ કાર્યક્રમનાં મુખ્ય અંગો છે. આ કાર્યક્રમ ચેતનાનું વિજ્ઞાન બની રહ્યો છે. ચેતના વિકસાવવા માટે એક આધુનિક ટૅક્‌નોલૉજી તરીકે એ ઊપસી આવ્યો છે. હળવી કસરતો, શવાસન અને ધ્યાન એ કાર્યક્રમમાં ભાગ લેનારનો તનાવ ઓછો કરશે અને નવી જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે એ ખ્યાલ હતો, પણ એ કઈ રીતે આવા ફે રફારો લાવે છે અને આ ફે રફારો ઉપરાંત દર્દી ભયમુક્ત થાય છે અને પરમ આનંદની અનુભૂતિ કરે છે એ ધીમે ધીમે સમજાયું. શવાસન [ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


જવાના સંજોગો રહે લા છે. અમારું ધ્યેય તેનાથી આગળ વધીને રોગ થતા અટકાવવા માટે-પ્રિવેન્શન માટે છે. કારણ કે રક્તવાહિની સાંકડી થવાની પ્રક્રિયા ઘણાં વર્ષો અગાઉથી શરૂ થાય છે. કૉરોનરી હૃદયરોગ અને યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામની પાયાની સમજ આપતાં મારાં કુલ દશ પુસ્તકો છેલ્લા બે દાયકામાં સમયાંતરે પ્રસિદ્ધ થયાં છે. આ પુસ્તકોને સુંદર આવકાર અને પ્રોત્સાહક પ્રતિભાવો મળ્યા છે. મારા ઘણા દર્દીઓ, શુભેચ્છકો, સ્વજનોની ઇચ્છા હતી કે આ બધાં પુસ્તકોનું એક સર્વગ્રાહી, સુશ્લિષ્ટ સંકલન થાય તો ખૂબ સારું, જ ેથી એકસાથે જ સઘળી સમજ, માર્ગદર્શન અને વિગતો મળી રહે . તે હે તુથી આ પુસ્તક તૈયાર થયું છે. અલબત્ત અન્ય પુસ્તકો પણ ઉપલબ્ધ છે જ. … આ સંકલન-સંપાદન કરવાનું મહત્ત્વનું અને અટપટુ ં કાર્ય શ્રી રમેશભાઈ સંઘવીએ નિષ્ઠાપૂર્વક અને પરિશ્રમ લઈને કર્યું છે. એમની સંપાદન શક્તિની સહાય વિના આ પુસ્તક પ્રકાશમાં આવી ન શકત. … વ્યક્તિ પોતાની આંતરિક શક્તિનો ઉપયોગ તંદુરસ્તીના નિર્માણ માટે કેટલી સહે લાઈથી કરી શકે છે તે આ પુસ્તક સમજાવે છે. અમારા વિશાળ વાચક વર્ગને અનેક શુભેચ્છાઓ સાથે વંદન કરું છુ .ં

શરીર અને મનને શાંત કરી વ્યક્તિને શરીર અને મનને જીવંત રાખતી ચેતનાનો સ્પર્શ કરાવે છે અને ચેતનાનો સ્પર્શ થતાં ચેતનાના ગુણોથી વ્યક્તિ નિર્ભય બને છે અને સ્વસ્થતા પ્રાપ્ત કરે છે એ વધુ ને વધુ સ્પષ્ટ થયું. કાર્યક્રમ ચાળીસ મિનિટનો છે પણ મહાવરો થયા પછી ફક્ત પાંચથી સાત મિનિટના શવાસનથી ચેતનાનો સ્પર્શ થતાં અદ્ભુત ફાયદાઓ થાય છે જ ે હૃદયરોગ મટાડવા ઉપરાંત ઘણા જ વધુ અગત્યના બની રહે છે. દરરોજ હળવેથી આંખો મીંચીને થોડો સમય મનોમન સ્વસ્થપણે એકલા બેસીએ અને સ્વાભાવિક શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા પ્રત્યે જાગરૂક થઈએ એવી સરળ શિસ્ત દ્વારા માનવનું જ ે અનુપમ અને અજોડ સ્વરૂપ છે તેનો સાધારણ માણસને પણ આવિષ્કાર થાય છે. વિચારો તો આવે અને જાય પરં તુ શ્વાસોચ્છ્વાસ કે જ ે પ્રાણશક્તિ છે તેના પ્રત્યે જાગરૂકતા જળવાઈ રહે તો એ સમયે વ્યક્તિ પોતાના પરિમિત વ્યક્તિત્વના અપરિમિત આયામનો અનુભવ કરે છે. અમારો અભિગમ આધુનિક ઍલોપથિક ઉપચાર પદ્ધતિને વધુ સક્ષમ બનાવવાનો છે. ઍપેન્ડિક્સનું ઑપરે શન તે ઍપેન્ડિસાઇટિસનો ફાઇનલ ઉપાય છે, જ્યારે બાયપાસ સર્જરી કે ઍન્જિયોપ્લાસ્ટીમાં એવું નથી. તેમાં રક્તવાહિનીઓ ફરી વાર રૂંધાઈ

[હૃદયરોગૹ સર્વાંગી અભિગમ માંથી]

ડૉ. રમેશ કાપડિયાનાં અન્ય કે ટલાંક પુસ્તકો આહારનો ઉપભોગ તોપણ હૃદય નીરોગ આરોગ્યનિર્માણ હૃદયરોગનો પાયાનો ઉપચાર હૃદયરોગની સમસ્યા—એક નવી દિશા

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

_ 40.00 _ 45.00 _ 50.00 _ 50.00

હૃદયરોગમાં વિજ્ઞાન અને અધ્યાત્મ હૃદયની વાત હૃદયપૂર્વક હાર્ટઍટેક અટકાવો શવાસનથી સ્વાસ્થ્ય અને પરમ આનંદ

_ 25.00 _ 15.00 _ 30.00 _ 20.00 29


કાકાસાહે બ કાલેલકર સન્માન સ્વીકારતાં કેતન રૂપેરા હિન્દુસ્તાની ભાષા દ્વારા રાષ્ટ્રીય એકતા સ્થાપવાના ગાંધીજીના વિચારના પ્રચાર-પ્રસાર માટે કાકાસાહે બ કાલેલકરે ૧૯૫૫માં દિલ્લીમાં ‘ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા’ની સ્થાપના કરે લી. એ પછી જીવનના અંત (૧૯૮૧) સુધી તેઓ ત્યાં જ રહ્યા. ગાંધી સમાધિની સંનિકટ આ નિવાસ હોઈ કાકાસાહે બે તેનું નામ સન્નિધિ પાડ્યું. હાલ આ જગ્યાએ ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા દ્વારા સુંદર રીતે સચવાયેલું કાકાસાહે બનું મ્યુઝિયમ છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારઘડતરની અન્ય પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે.

ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભાના પરિસરમાં કાકાસાહે બનું બસ્ટ

ગાંધીવિચારથી પ્રભાવિત જાણીતા હિન્દી સાહિત્યકાર વિષ્ણુ પ્રભાકર કાકાસાહે બ સાથે ઘનિષ્ઠ પરિચયમાં હતા. વિષ્ણુ પ્રભાકરના અવસાન(૨૦૦૯) પછી કાકાસાહે બ સ્થાપિત 'ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા’ અને વિષ્ણુ પ્રભાકરની સ્મૃતિમાં સ્થપાયેલા 'વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન' દ્વારા સમયાંતરે વિવિધ વિષય પર સંગોષ્ઠિ યોજાતી. ઉત્તરોત્તર તે વિસ્તરતા બંને સંસ્થાઓએ સાથે મળીને પાંચ ક્ષેત્ર – પત્રકારત્વ, શિક્ષણ, સાહિત્ય, સંગીત અને ચિત્રકળા — માં નોંધપાત્ર કામ કરનારને દર વર્ષે સન્માનિત કરવાનું નક્કી કર્યું. સન્માનનું આ ત્રીજુ ં વર્ષ હતું. આ અગાઉ વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૫માં સન્માન આપવામાં આવ્યાં છે. વર્ષ ૨૦૧૬ માટે આ સામયિકના સંપાદક કેતન રૂપેરાને પત્રકારત્વ ક્ષેત્રે મળેલા સન્માનથી નવજીવન હર્ષની લાગણી અનુભવે છે, અભિનંદન પાઠવે છે. આ પ્રસંગે તેમણે આપેલું સન્માન સ્વીકાર વક્તવ્ય. … –  તંત્રી

સાદગી,

સહજતા ઔર સૌંદર્ય સે ભરે આજ કે સન્નિધિ સંગોષ્ઠિ સમ્માન સમારોહ કે મુખ્ય અતિથિ શ્રીમતિ મમતાજી, વિશિષ્ટ અતિથિ ડૉ. અમરનાથજી, સમારોહ કે અધ્યક્ષ પ્રેમપાલજી, રમેશ શર્માજી, કુ સુમબહે ન, સભી મહાનુભાવ ઔર સબ કાકાપ્રેમી ઔર વિષ્ણુ પ્રભાકર પ્રેમી શ્રોતાગણ… ગાંધીજી કે બાદ જિસકી લિખાઈ હં મેશાં સે પસંદ આયી હો ઔર બીસવીં શતાબ્દી મેં ન કેવલ દેશ કી અપિતુ વિશ્વ કી દો મહાન વિભૂતિ—મોહનદાસ કરમચંદ ગાંધી ઔર કવિવર રવીન્દ્રનાથ ટાગોર કે વ્યક્તિત્વ ઔર સાહિત્ય, દોને કે સુભગ સંયોજન કે સાથ અપની ભી એક સ્વતંત્ર પ્રતિભા પ્રાપ્ત હો ઐસે કાકાસાહે બ કાલેલકર કે સાથ અપના નામ જુ ડને સે બહોત હી હર્ષ ઔર આનંદ પ્રતીત કર રહા હં ુ .

જબ યે સમ્માન કી ખબર મુઝે મિલી ઔર પહે લી બાર ઉસકા અભિનંદન પત્ર પઢા તબ ઇસ શરીર મેં સે એક લંબી હલકી ઝનઝનાહટ સી પ્રતીત હુઈ. ઔર ઇસે યોગાનુયોગ હી કહેં ગે કી જિસ દિન હમને નવજીવન મેં સે ‘કાકાસાહે બ કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક’ કી પીડીએફ પાઠકોં કો મેઇલ કી ઉસી દિન યે હર્ષ બરસાની વાલી મેઇલ ભી મુઝે મિલી. ઇસ કે લિયે ‘ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા’ ઔર ‘વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન’ કા બહોત હી શુક્રગુઝાર હં ુ . 30

[ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ડાબેથી કુ સુમ શાહ (મંત્રી, ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા), રમેશ શર્મા (ગાંધીમાર્ગી સમાજસેવક), પ્રેમપાલ (હિન્દી સાહિત્યકાર), સન્માન સ્વીકારતા કેતન રૂપેરા, મમતા કાલિયા (કવયિત્રી અને લેખિકા), અમરનાથ અમર (નિર્દેશક, દૂરદર્શન)

ગુજરાત સે આયા હં ુ તો ઇસ મૌકે પર કાકા ઔર ગુજરાત કે બારે મેં થોડા બહુત જાનને કી સબ કી જિજ્ઞાસા હોગી. તો ઉસે, મૈં અપને ખુદ કે અનુભવ સે હી બયાન કરું. ગુજરાત મેં આજ ભી કોઈ ભી પુસ્તક મેલે મેં, જહાં નવજીવન કા બુક સ્ટોલ હોતા હૈ , વહાં ગાંધીજી કી આત્મકથા કે બાદ જિન પુસ્તકોં કી બિક્રી સબ સે જ્યાદા હોતી હૈ વો કાકા કી પુસ્તકેં હૈ . જ્ઞાનપીઠ પુરસ્કારપ્રાપ્ત કવિ ઉમાશંકર જોશી, જિસકા ગુજરાતી કવિ ઐસા પરિચય મેં નહીં દુંગા, ક્યું કી ઉન્હોંને હી કાકા કી વિશ્વભારતી કી સંકલ્પના કો અપને શબ્દો મેં યું રખા કી વો કૈસા ગુજરાતી, જો હો કેવલ ગુજરાતી. ઐસે ઉમાશંકર જોશીને અપને ‘સંસ્કૃતિ’ સામયિક મેં કાકા કા ચરિત્ર લિખતે હુએ એક સમય કે ગુજરાત કે બારે મેં લિખા થા કી ગુજરાતની હવામાં એમની સંસ્કારમાધુરીનો સ્પર્શ હતો. ગુજરાત કી હવા મેં કાકા કી સંસ્કારમાધુરી કા સ્પર્શ થા. ઔર આજ ભી જિન કા સાહિત્ય સે કોઈ નાતા ન હો ઐસી કિસી વ્યક્તિ કો તીન યા પાંચ સાહિત્યકાર કે નામ પૂછ ે જાયેં ઔર વે બતા પાયે, (હાં, આજ કે ગુજરાત મેં ઇતની શર્ત તો રખની હોગી) તો ઉસમેં અન્ય નામ ઇધર-ઉધર હો જાયે યા આયે ના આયે લેકિન ‘કાકા કાલેલકર’ યે નામ જરૂર આયેગા. પત્રકારિતા કે લિહાજ સે થોડી બાત કરેં તો વ્યક્તિગત રૂપ સે કઈ પત્રકાર અપને વિચારઅભિવ્યક્તિ બડી હિમ્મત સે રખતે હૈ , વૃત્તાંત ઔર ગંભીર લેખ કે અલાવા વ્યંગ-કટાક્ષ કે માધ્યમ સે ભી અન્યાય, શોષણ યા ગૈરરીતિ કે વિરુદ્ધ મેં લિખતે હૈ લેકિન આખિર મેં ચિત્ર— હમ અપના કર્મ કરતે રહે , ફલ કી આશા મત રખેં, ઐસા ઉભર કર આતા હૈ . શાસનવ્યવસ્થા પર ઉસકી કોઈ જ્યાદા અસર નહીં પાઈ જાતી હૈ . ઉસ મેં જો કારણ હૈ વો કોઈ રાજ્ય યા સિર્ફ હમારે દેશ કે નહીં, શાયદ પૂરે વિશ્વ કે કારણ હૈ . વો કારણ બાજાર હૈ . જરૂરત કી બજાય લાલસા ઔર ઉપયોગ સે જ્યાદા વ્યય કી ઓર ખીંચે જા રહે ઈસ બાજાર સે હમેં તો બચના હી હોગા, સાથ સાથ નઈ પીઢી કો ભી ગાંધીજી કી નઈ તાલીમ કી શિક્ષા કે રાસ્તે લે આના હોગા કાકા, કૃ પાલાની જ ૈસે આચાર્ય ને ઈસી શિક્ષા કો આગે બઢાતે હુએ કઈ રચનાત્મક કાર્યકર તૈયાર કિયે જો ગુજરાત ઔર દેશ કે ગાંવો મેં નીકલ પડે.

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

31


મૈં બહુત આનંદિત હં ુ ઇસ બાત કે લિયે કી ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠને ઇસ પથ પર આગે બઢતે હુએ ગ્રામશિલ્પી યોજના તૈયાર કી હૈ . કરીબન દસ સાલોં સે ચલ રહી હૈ . જિસ મેં વિદ્યાપીઠ કે સ્નાતક, શહર ઔર બાજાર કા શિકાર ન બનતે હુએ દૂરદરાજ કે કોઈ એક ગાંવ મેં જાકર બસતે હૈ , ઉસ ગાંવ કે લોગો કે સાથ મિલઝુલકર રહે તે હૈ ઔર ગાંવ કે લોગો કી જરૂરત એવમ્ ગાંધીવિચાર કે આધાર પર ગ્રામસુધાર કા કામ કરતે હૈ . વિદ્યાપીઠ કઈ સાલોં સે અપને સ્નાતકોં કો ગ્રામસેવા કે લિયે મહાદેવ દેસાઈ પુરસ્કાર દેતી હૈ . પહલી જનવરી મહાદેવ દેસાઈ કી જન્મતિથિ હૈ . ઇસ અવસર પર યે પુરસ્કાર અભી તક કે સબ સે નૌજવાન ઔર મેરી હી આસપાસ કે ઉમ્ર કે સ્નાતક જલદીપ ઠાકર કો મિલ રહા હૈ . તો બાત થી હમારી શાસનવ્યવસ્થા યાની સરકાર ઔર બાજાર કી. વો અપના કામ કરેં ગે હી લેકિન, ઔર શાયદ ઉસી કે કારણ હી હમે યાની ગાંધી કે સ્વરાજ વિચાર સે જુ ડી હુઈ સંસ્થાઓં કો અપને કામ ‘તારી હાક સૂની કોઈ ના આવે’ તો ભી કરતે હી રહે ના હૈ . ક્યોં કી યદી હમ કુ છ કરને કા ઠાન લેતે હૈ , કહીં ન કહીં સે, કોઈ ના કોઈ, ઉસ કામ કો આગે બઢાને મેં અપના જો કુ છ હો શકે વો પ્રદાન કરતા હૈ , ઐસા હમારા સબકા અનુભવ હોગા. ઐસે હી મેરે ઇસ પુરસ્કાર સે સમ્માનિત હોને કે પીછે જો લોગ હૈ ઉનકો યાદ કરુંગા. પહે લે મેરે માતા-પિતા, બી.એસસી. કરને કે બાદ એમ.એસસી. કે બદલે મુઝે એમ.જ ે.એમસી., યાની માસ્ટર ઓફ સાયન્સ કે બદલે માસ્ટર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશન મેં જાને કે લિયે હાં કહી. હાં, થોડી મસક્કત કરની પડી ઔર વહીં સે પત્રકારિતા શુરુ હો ગઈ. લેકિન ઉસકે કારણ માત્ર શિક્ષક બનને કે બજાય, આજ પત્રકારિતા ઔર શિક્ષા, દોનોં સે જુ ડ પાયા. ઉન કે લિયે આભાર કે કોઈ શબ્દ નહીં હૈ , સિર્ફ વંદન હૈ . એક અચ્છી બાત યે ભી બની કી જિસ તરહ ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠ મેં પત્રકારિતા કા અભ્યાસ કિયા, ઉસી તરહ સ્નાતક કા અભ્યાસ ઐતિહાસિક ગુજરાત કૉલેજ સે હુઆ. જહાં ‘હિં દ છોડો’ આંદોલન કે દૌરાન રાષ્ટ્રધ્વજ લહે રાને પર ઇસ કૉલેજ કે છાત્ર વીર વિનોદ કિનારીવાલા ને અપની જાન ન્યોંચ્છાવર કી થી. ઉસી કૉલેજ મેં નિબંધ ઔર વક્તૃત્વ કે અધ્યક્ષ નીલાબહે ન જોશી (વૈસે સંત જ્ઞાનેશ્વર ઔર સાને ગુરુજી પર ઉનકા ગહે રા અભ્યાસ હૈ ઔર ઉન પર લિખા ભી હૈ , લેકિન આજ વો ‘લગે રહો મુન્નાભાઈ’ કે સ્ક્રિપ્ટ રાઇટર અભિજાત જોશી કી માં સે ભી પહચાની જાતી હૈ ) ઉનસે મેરી મુલાકાતેં ન બનતી રહે તી તો પત્રકારિતા મેં આને કા વિચાર ભી શાયદ મુઝે ન આતા. નીલાબહે ન કો ભી મેરા વંદન. હમ સબ જાનતે હૈ કિ ગાંધીજી કે જો પત્ર થે વો સમાચારપત્ર નહીં, વિચારપત્ર થે. ગુજરાત મેં ભી થોડે, લેકિન બડે મજબૂત વિચારપત્ર હૈ . પત્રકારિતા કે અભ્યાસ કે દૌરાન ‘નિરીક્ષક’, ‘નયામાર્ગ’, ‘ભૂમિપુત્ર’, ‘દલિત અધિકાર’… જ ૈસે વિચારપત્રોં એવમ્ ‘ગ્રામગર્જના’ જ ૈસે ગ્રામીણ અખબાર ઔર ઉસકે તંત્રીઓ કે સત્સંગ કે કારણ, મૈં અપને વિચાર યહાં રખ પાને લાયક બના હં ુ. ઉનકા ધન્યવાદ કરુંગા તો કહેં ગે યે હી તો હમારી પત્રકારિતા હૈ . કિસી ભી વ્યક્તિ કે ઊંચે ઉઠને મેં ઉનકે જીવન મેં શિક્ષક કી બડી ભૂમિકા હોતી હૈ . સ્કૂલ મેં તો ઐસે શિક્ષક મિલે હી લેકિન પત્રકારિતા મેં અશ્વિનકુમાર (જો કાકા કે બડે અભ્યાસી હૈ . કુ છ સાલ પહે લે ઉનકા યહાં સન્નિધિમેં વક્તવ્ય ભી રખા ગયા થા) ઔર પ્રત્યક્ષ રૂપ સે શિક્ષક 32

[ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ન હો કર ભી શિક્ષક કી ભૂમિકા અદા કી ઐસે અંગ્રેજી કે અધ્યાપક સંજય શ્રીપાદ ભાવે ઔર ‘હિં દ સ્વરાજ મંડલ’ સંસ્થા કે વાસુદેવ વોરા કા બહુત બડા પ્રદાન હૈ . જિસ જિસ અખબાર મેં મૈને પત્રકારિતા કી ઉસકે તંત્રી-સંપાદક કામ કરતે કરતે હી દોસ્ત ભી બન ગયે ઔર કઈ દોસ્ત ભી ઐસે રહે જિન્હોંને મેરી લિખાઈ મેં સંપાદક કી ભૂમિકા અદા કી, ઐસે પત્રકારમિત્રોને મુઝે અપને રૂપ મેં લિખને-ખિલને કી ભૂમિકા નહીં અદા કી હોતી તો શાયદ પત્રકારિતા છોડ ચુકા હોતા. ઈસ લિયે ઉન સબકા ધન્યવાદ કરના મેરે લિયે ગૌરવ કી બાત હૈ . આજ જિસ પત્રિકા સે જુ ડને મેં હી અપને આપ કો સમ્માનિત માનતા હં ુ ઐસા, નવજીવન પ્રકાશન મંદિર કા, ખાસ કર કે નઈ પીઢી કો ગાંધીવિચાર સે જોડને કે લિયે શુરુ કિયા ગયા સંપર્કપત્ર ઔર ગાંધીવિચાર કા પ્રસારપત્ર ‘नवजीवनનો અક્ષરદેહ’ કે તંત્રી વિવેક દેસાઈ ઔર પરામર્શક કપિલ રાવલને મુજ પર હં મેશાં વિશ્વાસ રખા હૈ . ઉસી કે કારણ શાયદ હી કોઈ સંપાદક કો પ્રાપ્ત હો ઐસી સ્વતંત્રતા સે સામગ્રી કા ચયન કર પા રહા હં ુ , ઉસ કે લિયે ઉનકા ભી શુક્રિયાદા કરના ચાહં ુગા. ઔર આખિર મેં, મેરી ધર્મપત્ની જિગીષા ઔર પ્યારી બિટીયા ઋજુલ, જિન્હોંને બહોત બાર અપને હિસ્સે કા સમય મુઝે લિખને-પઢને મેં વ્યતિત કરને દિયા. ઉનકે કારણ હી આ જ ઇસ સમારોહ કે અમૂલ્ય અવસર પર ઉનકો સાથ લેકર આપ કે સામને ઉપસ્થિત હં ુ. એક બાર ફિર, ‘ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા’ ઔર ‘વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન’ ઔર ઉસસે જુ ડે સભી વ્યક્તિ કા ધન્યવાદ, જો પૂરે દેશ કે અલગ અલગ હિસ્સે ઔર ક્ષેત્ર મેં અપની અચ્છી નજર બનાયે રખે હૈં . કાકાસાહે બ કી તરહ હમ મેં સે શાયદ હી કિસી ને કભી અપને કામ કે બદલે પુરસ્કાર કી કામના કી હોગી! ઇસી લિયે, યહાં ઉપયુક્ત શબ્દ રખા ગયા હૈ વહ ઍવૉર્ડ યા પારિતોષિક નહીં બલ્કી ‘પ્રોત્સાહન એવમ્ ઉપલબ્ધિયોં કે લિયે સમ્માન’ સમારોહ હૈ . ઐસે વિચારહે તુ કે સુંદર સમારોહ મેં સમ્માનિત કરને કે લિયે આપ સબ કા બહોત હી ધન્યવાદ. સ્થળૹ સન્નિધિ, ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા, રાજઘાટ નજીક, જવાહરલાલ નેહરુ માર્ગ, નવી દિલ્હી તા. ૩૧-૧૨-૨૦૧૬ Emailૹ ket.rupera@gmail.com

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

ફે બ્રુઆરી– માર્ચ, ૨૦૧૭ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી દીપકભાઈ મ. ત્રિવેદી, ઑફસેટ વિભાગ, • જ. શ્રી બાબુભાઈ મો. ગોહિલ, ઑફસેટ વિભાગ,

શ્રી સુરેશભાઈ મા. પ્રજાપતિ, બાઈન્ડિંગ વિભાગ, શ્રી નાગરભાઈ હ. અઘારા, ઑફસેટ વિભાગ,

શ્રી હનુભા મો. ગોહિલ, ઑફસેટ વિભાગ,

•  ૨૪– ૦૨ – ’૬૪

•  ૧૪– ૦૨ – ’૫૫

શ્રી શશીકાંત તુ. પટેલ, હિસાબ વિભાગ,

•  ૨૮– ૦૨ – ’૫૬

•  ૧૫– ૦૨ – ’૬૧

શ્રી રમેશભાઈ શં. પટેલ, બાઇન્ડિંગ વિભાગ,

•  ૦૧– ૦૩ – ’૫૫

•  ૨૧– ૦૨ – ’૫૬

શ્રી દિલીપભાઈ મ. ચૌહાણ, ઑફસેટ વિભાગ,

•  ૨૮– ૦૩ – ’૬૦

તા.  ૦૧– ૦૨ – ’૬૦

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૭]

33


ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ ડિસેમ્બરમાં લખનૌમાં ભરાયેલા કૉંગ્રેસના અધિવેશન પછી ગાંધીજી અમદાવાદ પરત ફરી ગયા છે. લખનૌ અધિવેશનમાં ગિરમીટ પ્રથા રદ કરવાનો ઠરાવ વાંચ્યા પછીના ત્યાંના દિવસોમાં આપેલાં ભાષણોમાં રાષ્ટ્રભાષા તરીકે હિન્દી અને માતૃભાષામાં શિક્ષણ પર ભાર આપતા વિચારો વ્યક્ત કર્યા છે. છેલ્લા મહિના દરમિયાન મનમાં ઘૂંટાતી આ વાતોનું જ પરિણામ ગણો કે પછી ભારત આવ્યા પછી તુરત શાંતિનિકેતનમાં રોકાણથી લઈને જ્યારે પણ તક મળી ત્યારે શિક્ષણ વિશે કરે લી વાત — જ ેમાં બનારસ હિં દુ યુનિવર્સિટીમાં આપેલું ભાષણ મુખ્ય છે — ભારતભ્રમણ દરમિયાન તેમણે જોઈ-અનુભવી લીધું છે કે ‘જો ભારતે પોતાનું સત્ત્વ ખોવું ન હોય તો તેની શિક્ષણપદ્ધતિમાં ધરમૂળથી ફે રફાર કરવો જોઈએ; જ ેથી પુસ્તકિયા ભણતર તરફનો ઝોક ઘટવા પામે અને કેન્દ્રસ્થાન પચાવી પાડનાર અંગ્રેજી પદભ્રષ્ટ થાય.’ (ગાં. અ. ૧૩) એ માટે નારણદાસ ગાંધીને પત્ર લખીને રાષ્ટ્રીય શાળા સ્થાપવાનો નિર્ણય જણાવે છે અને એની યોજના પણ ઘડી કાઢે છે. …

જાન્યુઆરી ૧૯૧૭

૧ રસ્તામાં. ૨થી ૩ અમદાવાદ ૪થી ૫ [અમદાવાદ] ૬ અમદાવાદૹ એસ્થર ફે રિંગ તથા મેરી પિન્ટર્સન મળવા આવ્યા.1 ૭થી ૧૮ અમદાવાદ

૧૯થી ૨૨ [અમદાવાદ] ૨૩થી ૨૯ (અમદાવાદ) ૩૦થી ૩૧2 અમદાવાદ સંસ્થાનોમાં વસતા હિં દીઓ વિશે ભાષણ. 2. ‘નવજીવન અને સત્ય’ના સને ૧૯૧૭ના જાન્યુઆરીના અંક પરથી જણાય છે કે ગાંધીજી અને પોલકે રાત્રીશાળાઓની તથા કળા-કૌશલ્ય અને હુન્નર-ઉદ્યોગની સંસ્થાઓની મુલાકાત લીધી હતી. આ પ્રસંગોની ચોક્કસ તારીખો મળી શકી નથી.

1. આ બંને બાઈઓ ડેન્માર્કની વતની હતી. 

પૃ. 26થી ચાલુ …

ટાઈટલ-૪થી ચાલુ …

કરવા કરવો જોઈએ તેવી સલાહ આપી છે. આપણે તે જ રીતે આપણી ગરિમા જાળવીને સ્વતંત્રતાનું રક્ષણ કરવું જોઈએ.” શ્રી પાસ્કલ એલન નાઝરે થે મહાત્મા ગાંધીના વિચારોના પ્રચારપ્રસાર માટે પ્રશંસનીય કામ કર્યું છે. ગાંધીજીના નેતૃત્વનું વિશ્લેષણ કરતા આ પુસ્તકમાં તેમની સિદ્ધિઓ અને તેમના વ્યાપક પ્રભાવનું મૂલ્યાંકન કરીને સમકાલીન સ્થિતિઓમાં તેમની પ્રસ્તુતતા રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ખરે ખર તેમનું આ પ્રદાન નોંધપાત્ર છે. ૨ ઑક્ટોબર, ૨૦૦૫

34

[ જાન્યુઆરી ૨૦૧૭] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીના જીવનની કથા ચિત્રો વાટે કહે તું આ પુસ્તક છે. આપણા રાષ્ટ્રપિતા એક સાવ સામાન્ય બાળક હતા. જીવનના ખાડાખડિયાવાળા માર્ગે એમની મજલ ચાલી. દક્ષિણ આફ્રિકામાં એમના વ્યક્તિત્વનો ઘડતરકાળ વીત્યો અને ત્યાં જોતજોતામાં એ લોકોના આગેવાન બન્યા. સાદગી અને સત્યમય જીવનના અનેક અખતરાઓ કરીને જ્યારે હિં દુસ્તાન આવ્યા ત્યારે દેશના કરોડો લોકોના માનીતા એ ‘ગાંધીજી’ બન્યા. હિં દુસ્તાનને અહિં સક માર્ગે આઝાદી અપાવી એ એમનો પ્રયોગ ઇતિહાસમાં અનોખો છે. પોતાના હૈ યાના એ હારને કરોડોએ ‘બાપુ’ કહ્યા. દેશને આઝાદી મળી એ પછી થોડા મહિનામાં જ એમણે નિર્વાણપંથે પ્રયાણ કર્યું. અદના ‘મોહન’માંથી કરોડો ભારતવાસીઓના ‘બાપુ’ બનનાર એ મહાન જીવનની કથા આ પુસ્તકમાં કહે વાઈ છે. કિશોરો-યુવાનોને તો ગમશે જ, પણ સહુ કોઈને રસ પડે એવી આ ચોપડી છે.

નવજીવન સાથે સંકળાયેલા પુસ્તકવિક્રેતાને ત્યાં ઉપલબ્ધ ગુજરાતી _ 500, અંગ્રેજી _ 750

‘नवजीवनનો અ�રદેહ’ના લવાજમ અંગે

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂટક કિંમત _ 40

કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (9–16)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 9 એ સપ્ટેમ્બર મહિનો અને 16 એ 2016નું વર્ષ સૂચવે છે. જ ેઓ સામયિક મળે એમ ચાલુ રાખવા માગતા હોય તેઓ તેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં ભરે એ જરૂરી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

૩૫

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25 રજત અંક છૂટક કિંમત _ 25


બાપુ ગયા પછી આપણો ધર્મ: કિશોરલાલ મશરૂવાળા

[અનુસંધાન પૃ. 34 ઉપર] ૩૬


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.