Navajivanno Akshardeh December 2020

Page 1

વર્ષૹ ૦૮ અંકૹ ૧૨ સળંગ અંકૹ  ૯૨ • ડિસેમ્બર ૨૦૨૦

છૂ ટક કિંમત ઃ _ ૧૫

કિસાનોને તેમની શક્તિનું ભાન કોણ કરાવે? આજકાલ કિસાન કાર્યકરો ઠીક ઠીક કામ કરતા નજરે પડે છે. પોતપોતાની શક્તિ અને બુદ્ધિ અનુસાર સૌ કામ કરી રહ્યા છે. એ સૌનો આભાર માનવાનો આપણો ધર્મ છે. આમ છતાં મારો નમ્ર મત એવો છે કે કિસાનોનું ભલું તો ખુદ કિસાન જ કરી શકશે. આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય. કિસાન ઈશ્વરે આપેલી બે આંખે પાટા બાંધીને ફરશે તો ખાડામાં જ પડશે એમાં શી નવાઈ છે? છતી આંખે આંધળો થનારને દુનિયામાં કોઈ રસ્તે ચડાવી શકતું નથી. એટલા માટે કિસાનોએ જો જાતનું કલ્યાણ કરવું હોય તો પોતાની અનેક નબળાઈઓ સામે જબરજસ્ત લડાઈ કરવી પડશે. સરકાર કે જમીનદારોની સામે લડવા કરતાં આ કઠણ કામ છે. પણ આ કામમાં જ ેટલો એ સફળ થશે એટલા પ્રમાણમાં એની તાકાત વધશે અને એના પર ગુજરતા જુ લમો અટકશે. - સરદાર પટેલ

389

[સન ૧૯૩૬માં સંયુક્ત પ્રાંતના કિસાન સંમેલનમાં આપેલા ભાષણમાંથી]


વર્ષૹ ૦૮ અંકૹ ૧૨ સળંગ અંકૹ  ૯૨ • ડિસેમ્બર ૨૦૨૦ છૂ ટક કિંમત ઃ _ ૧૫ તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ

૧. ધરતીના ખેડનારા. . . . . . . . . . . . . . . . . . . નારા. . . . . . . . . . . . . . . . . . . મો. મો. ક. ગાંધી. . . ી . . .૩૯૧ ૩૯૧ ૨. કિસાનોનું સ્થાન, શક્તિ, સંગઠન અને સ્વમાન. . સ્વમાન . .સરદાર સરદાર પટેલ . . . . . .૩૯૪ ૩૯૪ ૩. ચંપારણના કિસાનોના સ્થિતિ વિશે રિપોર્ટ. . . . . રિપોર્ટ. . . . . મો. મો. ક. ગાંધી. . . ી . . .૪૦૦ ૪૦૦ ૪. ખેડૂત તરીકે ગાંધી. . . . . . . . . . . . . . . . ી. . . . . . . . . . . . . . . . અનુ અનુ બંદ્યોપાધ્યાય. . . યોપાધ્યાય . . .૪૦૫ ૪૦૫

સાજસજ્જા

૫. પુસ્તકપરિચય : સરનામાં વિનાનાં માનવી. . . માનવી. . . રઘુવીર ચૌધરી. . . ચૌધરી . . .૪૧૦ ૪૧૦

આવરણ ૧

૬. સાબરમતી જ ેલના જ ેલયાત્રીઓને ગાંધીવિચાર થકી નવજીવન. . . . . . . . નવજીવન. . . . . . . . મણિલાલ મણિલાલ એમ. પટેલ . . . . . .૪૧૨ ૪૧૨

અપૂર્વ આશર કાઠિયાવાડી ફેં ટામાં મો. ક. ગાંધી

આવરણ ૪ બી. સી. જી.નો ઉપદ્રવ

[हरिजनबंधु : ૧૭-૦૯-૧૯૫૫ ]

વાર્ષિક લવાજમ ઃ _ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં) લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪

૭. ઓતરાતી દીવાલો : જ ેલવાસ દરમિયાન કાકાસાહે બના પ્રકૃ તિપ્રેમનો દસ્તાવેજ . . . . . . . . . . . . અનિલ અનિલ ચાવડા. . . ચાવડા . . .૪૧૫ ૪૧૫ ૮. દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . . . . ચંદુલાલ ભ. દલાલ. . . દલાલ . . .૪૧૯ ૪૧૯ ૯. ‘नवजीवन ‘नवजीवनનો નો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… . . .. . . ૪૨૨

લવાજમ અંગે: કવર પર વાચકોનાં સરનામાંમાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૨૦)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૨૦ એ ૨૦૨૦નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

• સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. 390


ધરતીના ખેડનારા ખેતી બહુલક દેશ હોવાથી ખેડૂતઆંદોલન આપણે ત્યાં સમયાંતરે થતાં રહ્યાં છે; અને હાલનું કૃ ષિ બિલ વિરોધી આંદોલન શરૂ થયું ત્યારે તે સામાન્ય જણાતું હતું. પણ હવે આંદોલનનું સ્વરૂપ અને તેની ટકી શકવાની ક્ષમતાના કારણે તે અસામાન્ય બન્યું છે. દિલ્હી બોર્ડર પર વિવિધ ત્રણ સ્થળે, વિશેષ કરીને પંજાબ-હરિયાણાના ખેડૂતો મસમોટી સંખ્યામાં છેલ્લા દોઢ મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આયોજનબદ્ધ અને અહિં સક રીતે પ્રદર્શન કરીને ખેડૂતો ત્રણેય બિલોને ખારીજ કરવાની માગણી પર મક્કમ છે. સપ્ટેમ્બર, ૨૦૨૦માં પાસ થયેલાં ત્રણ કૃ ષિ બિલોની જોગવાઈને ટૂ કં માં જોઈએ તો પ્રથમ બિલમાં ખેડૂતોને ‘એપીએમસી’ [ધ ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટિ] અને મંડીથી બહાર નીકળીને કૃ ષિ-ઉત્પાદનોનાં વેચાણની છૂટ મળી છે. બીજા બિલમાં ખેડૂત કોઈ પણ પક્ષ સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી શકે તેવી સવલત આપવામાં આવી છે. અને ત્રીજા બિલમાં આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહની મર્યાદા કાઢી નાખવામાં આવી છે. દેશભરમાં ખેતીલાયક જમીન અને ખેડૂતોની સંખ્યા જોતાં તેની અસર વ્યાપક થવાની છે. કૃ ષિ બિલોના પક્ષ-પ્રતિપક્ષો વચ્ચે આ બિલોના લાભ-ગેરલાભ સંદર્ભે છેલ્લા મહિનાથી ચર્ચા થઈ રહી છે. મૂળે વાત જ ેઓને આ બિલ અસર કરનારું છે તેમની સહમતીની છે અને તદ્ઉપરાંત નિર્માણ પામેલી એક વ્યવસ્થાને ધીરે ધીરે તપાસીને જાકારો આપવાની અથવા ખેડૂતોના હિતમાં તેને ટકાવી રાખવાની છે. હાલમાં આ કૃ ષિ બિલો અંગે સરકારના પ્રતિનિધિમંડળનો ખેડૂતો સાથે સંવાદનો દોર ચાલી રહ્યો છે.   દેશમાં ખેડૂતોના એક વર્ગને સમૃદ્ધિનો લાભ મળ્યો હોવા છતાં હજુ મોટા પ્રમાણમાં ખેડૂતો મુખ્યધારામાં આવી શક્યા નથી. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ ખેતી કરનારા અડધાથી વધુ ખેડૂતો જ ેની સંખ્યા પંદર કરોડની આસપાસ છે, તેમની પાસે પોતાની જમીન સુધ્ધાં નથી! સરકારી આંકડાઓ જ દર્શાવે છે કે ખેડૂતોની સ્થિતિ બદલાઈ નથી. ખેડૂતોની આ સ્થિતિનો ચિતાર જ ે-તે વખતે ગાંધીજી, સરદાર પટેલે જુ દા જુ દા સંદર્ભે દર્શાવી આપ્યો છે. ચંપારણ, ખેડા, બોરસદ અને બારડોલી જ ેવા ખેડૂતહિત માટે થયેલાં સત્યાગ્રહો સમયે આ વર્ગ સાથેનો તેઓનો દીર્ઘ સંસર્ગ રહ્યો. આ સંસર્ગની અસર તેમના શબ્દોમાં રજૂ થાય છે. ૧૯૩૬માં સંયુક્ત પ્રાંતના કિસાન સંમેલનમાં સરદાર પટેલે આપેલું વક્તવ્ય તો દેશના ખેડૂતોનાં તાદૃશ્ય ચિત્ર રજૂ કરે છે. આ ઉપરાંત, અનુ બંદ્યોપાધ્યાય લિખિત અને જિતેન્દ્ર દેસાઈ અનૂદિત બહુરૂપી ગાંધી પુસ્તકમાં ગાંધીને ખેડૂત તરીકે વર્ણવ્યા છે. ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગાંધીલિખિત એક અહે વાલ પણ કૃ ષિ બિલ સંદર્ભે પ્રસ્તુત લાગવાથી અહીંયાં મૂક્યો છે. ગાંધી, સરદારના ખેડૂત સંદર્ભ-સાહિત્યમાંથી કૃ ષિ બિલ અંગે તટસ્થાથી વિચારવા પ્રેરે તેવા આશયથી પ્રસ્તુત સામગ્રી અહીં મૂકી છે.

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨૦]

391


મો. ક. ગાંધી

રૈયતને માન્યતા : આપણા સમાજ ે શાંતિને તો અજ્ઞાન અને ભૂખ્યાં કરોડો લોકો દેશને માર્ગે સાચી પ્રગતિ કરવી હોય તો ધનિક વર્ગે સ્વીકારવું જોઈએ કે જ ે આત્મા તેમના પોતાનામાં છે તે જ ખેડૂતોમાં પણ વસે છે; અને પોતાની ધનદોલતને કારણે તેઓ ખેડૂતો કરતાં ઊંચા નથી. જાપાની ઉમરાવો કરતા તેમ તેમણે પોતાને પોતાની મિલકતના ટ્રસ્ટી ગણવા જોઈએ અને તે મિલકત પોતાના આશ્રિત ખેડૂતોના કલ્યાણને માટે વાપરવી જોઈએ. આવી ધારણા બન્યા પછી યોગ્ય પારિશ્રમિકથી વધારે તેઓ નહીં લે. અત્યારે તો ધનિક વર્ગનાં સાવ બિનજરૂરી ઠાઠમાઠ અને ઉડાઉપણું અને જ ે ખેડૂતોની વચ્ચે તેઓ રહે છે તેમને કચરી નાખનારી ગરીબાઈ અને ગંદા વાતાવરણ વચ્ચે કશું પ્રમાણ નથી… જો મૂડીદાર વર્ગ સમયનાં એંધાણ ઓળખે, પોતાની સંપત્તિ પરના ઈશ્વરદત્ત અધિકાર વિશેની કલ્પના બદલે તો થોડા જ વખતમાં આજ ે જ ે ગામડાંને નામે ઓળખાય છે તે આઠ લાખ ઉકરડાને શાંતિ, સ્વાશ્રય અને આરામનાં સ્થળોનું રૂપ આપી શકાય. મને ખાતરી છે કે મૂડીદાર જાપાનના સેમોરાઈનું અનુકરણ કરે તો તેમને ખરે ખર કંઈ ખોવાનું નથી, બધું મેળવવાનું જ છે. બે જ શક્યતાઓ છે : એક તો, મૂડીદારો પોતાનો વધારાનો સંગ્રહ રાજીખુશીથી આપી દે અને તેને પરિણામે સર્વ લોકો સાચું સુખ પ્રાપ્ત કરે ; બીજી એ કે જો મૂડીદારો વખતસર ન જાગે 392

એવી અંધાધૂંધીમાં ધકેલી દે જ ેને શક્તિશાળી સરકારનું લશ્કરી બળ પણ અટકાવી ન શકે — આ બે શક્યતાઓમાંથી પસંદગી કરવાની છે. મેં આશા રાખી છે કે હિં દુસ્તાન આ વિનાશ સફળતાપૂર્વક અટકાવી શકશે. હં ુ જ ે સ્વપ્ન સાકાર કરવા માગું છુ ં તે ખાનગી માલિકોની મિલકત વેરણછેરણ કરવાનું નથી પણ એના ઉપયોગને એવી રીતે મર્યાદિત કરવાનું છે જ ેથી બધી કંગાળિયતને, એમાંથી નીપજતા અસંતોષને અને ગરીબ અને તવંગરનાં જીવન અને તેની આસપાસના સંજોગો વચ્ચે આજ ે જોવામાં આવતી અત્યંત બિહામણી વિષમતાને ટાળી શકાય. ગરીબોમાં અવશ્ય એવી લાગણી ઊભી થવા દેવી જોઈએ કે તેઓ જમીનદારોની મરજી પ્રમાણે વેઠ કરનારા અને વારતહે વારે ફરજિયાત રીતે લાગા વેરા ભરનારા નથી પણ તેમના ભાગીદારો છે. હં ુ આમજનતાની સેવા માટે જમીનદારો અને મૂડીવાદીઓનો ઉપયોગ કરવા માગું છુ .ં મૂડીવાદીઓને ખાતર આપણે આમજનતાનાં હિતોનો ભોગ ન આપવો જોઈએ. આપણે મૂડીવાદીઓની રમત ન રમવી જોઈએ. તેમને મળતા લાભ યથાશક્તિ તેઓ આમજનતાની સેવામાં અર્પણ કરશે એવો આપણે તેમના પર વિશ્વાસ રાખવો જોઈએ. ઉચ્ચ ભાવનાઓની અસર તેમને પણ થાય છે. મારો એ હં મેશનો અનુભવ રહ્યો છે કે પ્રેમાળ [ ડિસેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


શબ્દની તેમના પર જરૂર અસર થાય છે. જો આપણે તેમનો વિશ્વાસ જીતી લઈએ અને તેમને નિશ્ચિંત કરી દઈએ તો આપણને જણાશે કે ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રમાણમાં આમજનતાને પોતાની સંપત્તિમાં ભાગીદાર બનાવવાની વિરુદ્ધ તેઓ નથી. જમીનદારોનો હૃદયપલટો : મારે જમીનદારનું નિકંદન કાઢવું નથી, તેમ જમીનદાર વિના ન જ ચાલી શકે એવું પણ મને લાગતું નથી… હં ુ જમીનદારોનાં ને બીજા ધનિકોનાં દિલ અહિં સક ઉપાયોથી પલટાવવાની આશા રાખું છુ ,ં ને તેથી વર્ગવિગ્રહ અનિવાર્ય છે એમ હં ુ માનતો નથી. કેમ કે જ ેટલો વિરોધ ઓછો કરવો પડે એ રીતે કામ લેવું એ અહિં સાનું એક આવશ્યક અંગ છે. ખેડૂતોને જ ે ક્ષણે પોતાની શક્તિનું ભાન થશે તે ક્ષણે જમીનદારી પદ્ધતિની અનિષ્ટ અસર નીકળી જશે. ખેડૂતો કહે છે કે જ્યાં લગી અમે ને અમારાં બાળબચ્ચાં સુખે ખાઈએ, પહે રીએ ને કેળવણી પામીએ એટલું અમને ન મળે ત્યાં લગી અમે હરગિજ જમીન નથી ખેડવાના, તો બિચારો જમીનદાર શું કરી શકે? વસ્તુતઃ શ્રમજીવી ખેડૂત તો ઉપજાવેલા પાકનો માલિક છે. જો શ્રમજીવીઓ બુદ્ધિપૂર્વક ભેગા થઈને જૂ થ બાંધે તો એમની શક્તિની સામે થવાની કોઈની તાકાત નથી. એ રીતે હં ુ વર્ગવિગ્રહની આવશ્યકતા નથી માનતો. હં ુ જો એને અનિવાર્ય માનું તો એનો ઉપદેશ કરતાં ને એ શીખવતાં અચકાઉં નહીં. મારે હિટલરનું બળ નથી જોઈતું. મારે તો સ્વાધીન ખેડૂતનું બળ જોઈએ છે. આ બધાં વરસો દરમિયાન ખેડૂતો સાથે મારું તાદાત્મ્ય સાધવાનો પ્રયાસ હં ુ કરી રહ્યો છુ ,ં પરં તુ એમ

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨૦]

કરવામાં હં ુ હજી સફળ થયો નથી. તે સ્વેચ્છાથી નહીં પણ સંજોગોને બળે ખેડૂત કે મજૂ ર છે, એ વસ્તુ મને ખેડૂતથી જાુદો પાડે છે. હં ુ સ્વેચ્છાથી ખેડૂત કે મજૂ ર બનવા માગું છુ ં અને જ્યારે તેને પણ સ્વેચ્છાથી ખેડૂત કે મજૂ ર બનવાનું શીખવી શકીશ ત્યારે આજ ે તેને જકડી રહે લી અને માલિકનો હુકમ ઉઠાવવાની તેને ફરજ પાડતી બેડીઓ ફગાવી દેવાને પણ હં ુ તેને શક્તિમાન કરી શકીશ. કિસાનો : પહે લો આવે છે કિસાન. પોતાની માલિકીની જમીન પર અને પારકી જમીન પર ખેતી કરનાર — એમ બંને પ્રકારના કિસાનો એમાં આવી જાય છે. ધરતીમાતાનો એ શ્રેષ્ઠ પુત્ર છે. જમીનની માલિકી એની છે — એની જ હોવી જોઈએ, કોઈ હાજર ન હોય તેવા જમીનમાલિક કે જમીનદારની નહીં. અહિં સક માર્ગમાં જમીનનો મજૂ ર ગેરહાજર જમીનમાલિકને જબરદસ્તીથી હઠાવી શકતો નથી. એણે કામ એવી રીતે કરવું જોઈએ જ ેથી જમીનદાર એને ચૂસી શકે નહીં. કિસાનોમાં ઘનિષ્ઠ સહકાર અત્યંત આવશ્યક છે. એને માટે વ્યવસ્થાપક મંડળ કે સમિતિઓ — જ્યાં તે ન હોય ત્યાં — સ્થપાવી જોઈએ. એવાં મંડળ જ્યાં હોય ત્યાં જરૂર મુજબ એનો સુધારો કરી લેવો જોઈએ. મોટી ઉંમરના કિસાનો અને મજૂ રીએ જવા લાયક એનાં છોકરાં — બંનેને ભણાવવાં જોઈએ. આ ભાઈઓ અને બહે નો બંને માટે છે. જ્યાં કિસાન જમીનમાલિક નથી પણ કેવળ મજૂ ર જ છે ત્યાં એની મજૂ રીની મર્યાદા એવી રીતે વધારવી જોઈએ જ ેથી એનું જીવન સમૃદ્ધ બને. એવા જીવનમાં સંપૂર્ણ 393


પોષક આહાર, તંદુરસ્તી સચવાય એવાં મકાનો અને કપડાં વગેરે બાબત આવી જાય.

ડંફાસભર્યા શબ્દો કે આગ ઓકતાં ભાષણો નથી, પણ અહિં સક સંગઠન, શિસ્ત અને ત્યાગની શક્તિ છે. જો આપણે ત્યાં લોકશાહીયુક્ત સ્વરાજ હશે — અને અહિં સા મારફતે સ્વતંત્રતા મેળવી હશે. તો કિસાનોને બધા પ્રકારની સત્તા પ્રાપ્ત થવી જોઈએ — જ ેમાં રાજકીય સત્તાનો પણ સમાવેશ થઈ જાય છે, એ વિશે મને કોઈ શંકા નથી. ઘણાં વરસો પર મેં એક કવિતા વાંચી હતી, જ ેમાં ખેડૂતને જગતના તાત તરીકે વર્ણવવામાં આવ્યો છે. ઈશ્વર જો આપનાર છે, તો ખેડૂત તેના હાથ છે. તેનું ઋણ ચૂકવવા માટે આપણે શું કરીશું? આજ સુધી આપણે એની મજૂ રીના પરસેવા પર જીવ્યા.

અહિંસા, ધારાસભાનો કાયદો નહીં :

જો સ્વરાજ આખી પ્રજાના પ્રયત્નથી પ્રાપ્ત થયું હોય — અને અહિં સાનું સાધન હોય તો એમ જ થાય — તો કિસાનોને પોતાના અધિકારો પ્રાપ્ત થશે જ અને તેમનો અવાજ સર્વોપરી બનશે. પણ એમ જો ન બને અને મર્યાદિત મતાધિકારને આધારે સરકાર અને લોકો વચ્ચે કામચલાઉ સમાધાન થાય, તો ખેડૂતોનાં હિતોની સાવચેતીપૂર્વક ચોકી કરવી પડશે. જો ધારાસભા કિસાનોનાં હિતોનું રક્ષણ કરવાને અસમર્થ પુરવાર થાય તો તેમની પાસે સવિનયભંગ અને અસહકારનો સર્વોપરી ઉપાય તો હં મેશાં છે જ. પણ… અન્યાય કે જુ લમ સામે લોકોના રક્ષણનો સાચો ગઢ કાગળ પરનો કાયદો કે

[આર. કે. પ્રભુ અને યૂ. આર. રાવ સંપાદિત પુસ્તક મહાત્મા ગાંધીના વિચારોમાંથી] 

કિસાનોનું સ્થાન, શક્તિ, સંગઠન અને સ્વમાન સરદાર પટેલ

…હું પોતેય કિસાન છુ .ં કિસાન-કુ ટુબં માં જમીનદારી પ્રથાનો બોજો ઊતરી જાય અને જન્મ્યો છુ .ં એમાં જ ઊછર્યો છુ .ં કિસાનકુ ટુબ ં ોની ગરીબાઈનો મેં ઠીક ઠીક અનુભવ લીધો છે. મારા પોતાના જ પરિશ્રમથી અંધારા કૂ વામાંથી બહાર આવી હં ુ જગતનો પ્રકાશ જોઈ શક્યો છુ .ં કિસાનોનાં દુઃખોની ઝીણી ઝીણી વાતો હં ુ સારી રીતે જાણું છુ .ં જમીનદારો તરફ મને જરા પણ પક્ષપાત નથી. જો કિસાનોના ખભા પરથી આજ 394

એથી એનું કલ્યાણ થાય તો મારાથી અધિક હર્ષ બીજા કોઈને નહીં થાય. છતાં પણ મારા વિચારો બીજાઓ કરતાં કંઈક જુ દા છે. મારો તો દૃઢ અભિપ્રાય છે કે આપણાં દુઃખો માટે મોટે ભાગે સરકારની રાજનીતિ જ કારણભૂત છે. કેટલાક સમય પહે લાં મેં આપણા પ્રાંતના લાટસાહે બ સર હે રી હૅ ગનું એક ભાષણ [ ડિસેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


છાપામાં વાંચ્યું હતું. એમાં તેમણે જમીનદારોને સલાહ આપી છે કે, જમીનદાર કિસાનોનો સ્વાભાવિક પ્રતિનિધિ છે અને તેણે પોતાનું ગુમાવેલું સ્થાન ફરીથી મેળવી લેવું જોઈએ. પહે લી વાત તો એ છે કે આ સલાહ બહુ મોડી અપાઈ છે અને બીજી વાત એ છે કે તે સાચા દિલથી અપાઈ છે એની કોઈ સાબિતી નથી. દોઢસો વર્ષથીયે વધારે લાંબા ગાળાથી આ રાજ્યનો એકધારો અખંડ અમલ ચાલે છે. મોટા મોટા કંઈક જમીનદારો નિરં કુશ સત્તા અને અઢળક વૈભવ ભોગવી રહ્યા છે. આ સત્તા અને વૈભવે કેટલાક કિસાનોની કમર તોડી નાખી તેના ચૂરેચૂરા કરી નાખ્યા છે. આ વસ્તુ તરફ ન તો રાજસત્તાનું ધ્યાન ગયું છે ન તો એણે આ નસીબદાર જમીનદારો સિવાય અન્ય કોઈ જમીનદારનો ખ્યાલ કર્યો છે. આ બિનાનું ખરું કારણ તો એ છે કે જમીનદાર કેવળ રાજસત્તાના વૈભવનું અનુકરણ કરવામાં જ પોતાની ખાનદાની સમજ ે છે અને સત્તાધીશોની રૂખ જોઈ રૈ યત ઉપર રુઆબ બેસાડવામાં જ પોતાની સલામતી સમજ ે છે. આ રાજસત્તાના જ ેવી ખર્ચાળ અને નકામો ખર્ચ કરનારી સત્તા ધરતીના પટ પર બીજ ે કોઈ ઠેકાણે નથી. આપણી આ રાજસત્તાને પ્રજામતની કશી પડી નથી. એને પ્રજામતને ઠોકરે ચડાવવાની આદત જ પડી ગઈ છે. આ રાજસત્તા પ્રજાની ભૂખનો જરાય વિચાર કર્યા વિના કરોડો રૂપિયા લશ્કર પાછળ ખર્ચી પોતાના માણસોનું પોષણ કરી રહી છે. કોઈ પણ ધનાઢ્ય દેશમાં ન હોય એથી ઊંચા પગારો આ ગરીબ દેશમાં સનંદી નોકરોને આપીને, પોતાના માણસો દેશભરમાં તેણે પાથરી દીધા છે.

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨૦]

સાથે સાથે આ સૌને મોટા મોટા મોગલ બાદશાહો જ ેવી સત્તા આપવામાં આવી છે. દેશભરમાં ઠેર ઠેર અનેક મનુષ્યો સતત ભૂખમરાથી અધમૂઆ પડેલા છે. આ ભૂખ્યા કિસાનો વચ્ચે તેમના જ કરોડો રૂપિયાનો ધુમાડો કરીને દબદબો તથા ઠાઠમાઠ કરવાને માટે જ દિલ્હીની રાજધાની બાંધવામાં આવી છે અને તે પણ એવી જગ્યાએ કે જ ે માત્ર વરસમાં છ મહિના જ કામ લાગે. એક બાજુ આલેશાન, વૈભવપૂર્ણ દબદબાભર્યા રાજમહે લ ઊભા હોય અને બીજી બાજુ કંગાલિયતભરી કિસાનોની ઝૂંપડીઓ આવી હોય એવી, જમીન અને આસમાન જ ેટલું જ ેમાં અંતર હોય એવી બેજવાબદાર અને નિષ્ઠુર રાજસત્તાનું, આ યુગમાં તો ક્યાંય અસ્તિત્વ પણ ન હોઈ શકે. આ રાજપ્રાસાદોમાં, પ્રાંતોના લાટસાહે બોની મહે લાતોમાં અને મોટા મોટા હોદ્દેદારોના બંગલાઓમાં દરબાર ભરાય છે. પાર્ટીઓ અપાય છે, ભોજનો, નાચરં ગ અને શરાબબાજી ઊડે છે. આવા અવસર પર આપણા જમીનદારોને ભાવભર્યું આમંત્રણ મળે છે. આ આમંત્રણના બદલામાં, એનાથી પણ વધુ ખર્ચ કરીને એવા જ જલસા ઉડાવવામાં સભ્યતા મનાય છે. આ જલસાઓમાં કોઈને ખ્યાલ સુધ્ધાં નથી આવતો કે આ આબાદી અને વૈભવની પાછળ અનેક ગરીબ કિસાનોનો ભોગ અપાઈ રહ્યો છે. આવી તાલીમ પામેલા આ જમીનદારો — જ ે વર્તમાન રાજસત્તાના માત્ર ઝાંખા પ્રતિબિંબ જ ેવા છે, તેમની પાસેથી શી આશા રાખી શકાય? પાશ્ચાત્ય સંસ્કૃતિની તમામ બૂરાઈઓની નકલ કરનારા જમીનદારો ઉપરથી જમીનદારી પ્રથાની પરીક્ષા ન થઈ શકે. એમાંના કેટલાકની સ્થિતિ દયાજનક છે. 395


કેટલાક તો કિસાનોમાં આવેલી જાગૃતિથી અને કેટલાક તો કાર્યકર્તાઓના વિચારો સાંભળીને ભડકી ઊઠે છે. કેટલાક વળી એવું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ રાજ્યની સત્તા ટકે એમાં જ એમની સલામતી રહે લી છે. એક રીતે આ વાત સાચી છે. આવા જમીનદારોનો નિભાવ આવી નિરં કુશ અને પ્રજામતને ઠોકરે ચડાવનારી રાજસત્તામાં જ થઈ શકે. જ્યારે રાજસત્તા લોકમતને જ પોતાની નીતિ સમજતી થશે, એટલે કે જ્યારે પ્રજાનું રાજ થશે ત્યારે એ જ જમીનદારો કિસાનોનો પ્રેમ સંપાદન કરવાની ઇચ્છાવાળા, તેમના સુખદુઃખના સાથી બલ્કે તેમના તરફ સેવાભાવી બનશે. આજના જમીનદારો અને તાલુકદારો આપણા દેશની સંસ્કૃતિની વિશિષ્ટતારૂપ નથી. આ પુણ્યભૂમિમાં ધનવાનો, જમીનદારો કે સત્તાધીશોની પૂજા કોઈ દિવસ નથી થઈ. ત્યાગી અને તપસ્વીઓનાં ચરણોમાં ધનવાનો, જાગીરદારો અને સત્તાધીશો શિર ઝુકાવતા આવ્યા છે. ત્યાગી અને તપસ્વીઓનાં નામ અમર થઈ ગયાં છે અને ગામેગામ, ઘેરેઘેર એમનાં ગુણગાન થઈ રહ્યાં છે. આજ, આ કળિકાળમાં પણ, પાશ્ચાત્ય સંસ્કૃતિની અગ્રણી સત્તાના તેજપ્રવાહમાં તણાયા વિના અથવા એના ભભકાથી અંજાયા વિના, હિં મત અને દૃઢતાથી પોતાની જાગીર અને વતનને જોખમમાં નાખીને, સત્તાની ઇતરાજી વહોરી લઈને અને અનેક જાતનાં સંકટોનો સામનો કરીને, કોઈ કોઈ તાલુકદાર કે જમીનદારે આપણી સેવા કરી આર્યસંસ્કૃતિનો આદર્શ ખડો કર્યો છે. રાજસત્તાનો આદર્શ બદલાતાં જ, આપણા આ જમીનદારો પોતાનો જીવનઆદર્શ બદલીને કરોડો ભૂખે મરતા ઝૂપડાંવાસીઓની વચ્ચે રહીને, ભોગવૈભવને 396

પાપ સમજશે અને આપણી સેવા કરવા મંડી પડશે. આજ ે પણ, જમીનદારોને પોતાના સ્વાભાવિક પ્રતિનિધિ થવાની સલાહ આપનારી સરકાર, પોતાની ચાલ બદલી નાખે અને કરોડોના અંદાજપત્ર(બજ ેટ)માં કિસાનોનો ભૂખમરો, તેની કેળવણી તથા આરોગ્ય માટેનાં જરૂરી સાધનોનો સમાવેશ કરવા લાગી જાય અને પ્રજામતને જ પોતાની નીતિ સમજતી થાય તો એ જ જમીનદાર સમજી જશે કે કિસાનોનાં સુખદુઃખનો ખ્યાલ રાખવો તથા તેમની સેવા કરવી એ પોતાની પ્રથમ ફરજ છે. પણ હં ુ આ બાબત મારો મત સાબિત કરવા અહીં નથી આવ્યો. આ અગત્યના સવાલ અંગે, આ પ્રાંતના સાચા આગેવાન પંડિત જવાહરલાલજીની સલાહ જ સાચી માર્ગદર્શક નીવડશે. હં ુ તો કેવળ તેમની ગેરહાજરીમાં, તેમના પ્રતિનિધિ માફક, મારી અલ્પ શક્તિ પ્રમાણે તેમના પાછા આવતાં સુધી, તમને તમારું કર્તવ્ય સમજાવી શકું તો મારી ફરજ પૂરી થઈ સમજીશ. છેવટે તો એમના અનુભવોનો નિચોડ જ તમારે માટે સર્વમાન્ય હોવો જોઈએ. કેમ કે એમણે તમારે માટે જ ે સ્વાર્થત્યાગ કર્યો છે, જ ે દુઃખ વેઠ્યાં છે, અને જ ે ભગીરથ પ્રયત્ન કર્યો છે, એટલો કોઈએ નથી કર્યો. તેમની સત્યનિષ્ઠા અને ગરીબો માટે એમના દિલમાં જલતી આગ વિશે દુશ્મનને પણ શક નથી.

રાજતંત્રમાં કિસાનોનું સ્થાન અત્યારના રાજતંત્રમાં કિસાનોનો અવાજ જ નથી. સાચું જોવા જઈએ તો આપણા દેશમાં કોઈ પણ વર્ગનો અવાજ નથી. પરદેશીઓ મરજી પ્રમાણે કારભાર કરે છે. નિરં કુશ રાજનીતિના ફળ રૂપે આજ આપણી આ દશા [ ડિસેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


થઈ છે. જ્યાં સુધી રાજતંત્રમાં કિસાનોનો પૂરો અવાજ નહીં હોય એટલે કે કિસાનોની જનસંખ્યા અને દેશ કે રાજ્યને માટે આ સંખ્યાની ઉપયોગિતાની દૃષ્ટિથી કિસાનોને રાજતંત્રમાં યોગ્ય સ્થાન નહીં આપવામાં આવે, ત્યાં સુધી કિસાનોને પૂરો ન્યાય મળવાનો સંભવ ઓછો છે. આપણા દેશમાં કિસાનોની વસ્તી સેંકડે એંશીથી પણ વધુ છે. એકલો કિસાન જ રાતદિન મહે નત ઉઠાવે છે; ટાઢ, તડકો અને વરસાદની ઝડીઓ સહન કરે છે; ઢોરની સાથે ઢોર બનીને ભૂખ્યે પેટ ે મજૂ રી કરે છે; પસીનો પાડીને ધન પેદા કરે છે અને જમીનદાર, શાહુકાર અને રાજ્યનું પોષણ કરે છે. જગતનું પોષણ કરનાર કિસાન તો જગતનો અન્નદાતા ગણાવો જોઈએ. એનું સ્થાન પ્રથમ પંક્તિનું ગણાવું જોઈએ. તેને બદલે બીજાનું પોષણ કરનાર આ કિસાનને પોતાનું પેટ ભરવા તરસવું પડે છે. આ રાજ્યમાં એને સૌ કોઈ બિચારો, ગરીબ, કંગાલ અને મૂરખ કહીને ઠેબે ચડાવે છે. આ રાજ્યમાં તેની ગણતરી માણસ તરીકે નથી થતી. એનાં દુઃખોની ફરિયાદ પણ કોઈ સાંભળતું નથી. એની વાત કોઈ સાચી માનતું નથી. આપણા કિસાનોને જ્યારે સ્વમાનનું ભાન થશે અને રાજતંત્રમાં તેને યોગ્ય સ્થાન મળશે ત્યારે જ આ દુઃખનો અંત આવશે.

નવું રાજબંધારણ રાજસુધારણના નામે રાજતંત્રનું નવું બંધારણ તૈયાર થઈ રહ્યું છે. દેશભરમાંથી આ નવા બંધારણનો એકી અવાજ ે વિરોધ થયો છે. આ નવા બંધારણથી તો કિસાનોની દશા આજના કરતાંય ભૂંડી થશે. હાલનો ખર્ચ અને બિનજરૂરી ખર્ચના વહીવટમાં સુધારણાને નામે

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨૦]

કરોડોનો વધારો થનાર છે. અત્યારનો અસહ્ય બોજ ઓછો થાય એમ ઇચ્છતા કિસાનોને ઊલટો બોજ વધવાનો ભય પેદા થયો છે. આ બંધારણમાં દોષનો ટોપલો દેશીઓને માથે ચડાવી શકાય એવી કરામત કરીને, સાચી સત્તાની તમામ ચાવીઓ સરકારે પોતાના હાથમાં રાખી છે. એમાં રાજામહારાજાઓ અને જમીનદારો તથા તાલુકદારોને કુ હાડીના હાથા બનાવીને, એમની મારફત મનપસંદ રાજનીતિ અમલમાં મૂકવાની યોજના કરવામાં આવી છે. એમાં કોમ કોમ વચ્ચે કાયમી વિખવાદનાં બી વાવીને પોતાની મુરાદ પાર પાડવાની ચાલબાજી છે. આ બંધારણમાં રોજની ચાલતી આવેલી ચૂસણનીતિને અનુકૂળ અને કાયમી સ્વરૂપ આપવાની આબાદ સામગ્રી એકઠી કરવામાં આવી છે. દેશનું પ્રતિનિધિત્વ ધરાવતી આપણી રાષ્ટ્રીય મહાસભા કે જ ેણે આપણામાં જાગૃતિ અને ચૈતન્ય પેદા કર્યાં છે, જ ે અનેક પ્રસંગોએ દુઃખમાં આપણે પડખે ઊભી રહી છે અને ભવિષ્યમાં ઊભી રહે શે, તેણે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય પ્રકટ કરી દીધો છે કે આ બંધારણ દેશનું અહિત કરનારું હોવાથી અને પાછળ લઈ જનારું હોવાથી ફગાવી દેવાને લાયક છે. એટલે હવે આ બાબતમાં આપણે નવો અભિપ્રાય આપવાનું બાકી રહે તું નથી. આજ ે તો લગભગ આખોય દેશ મહાસભાના મત સાથે મળતો છે. પરં તુ આપણી અત્યારની હાલતમાં, આપણા પર આ બંધારણ ઠોકી બેસાડવાનો ભારે પ્રયત્ન થઈ રહ્યો છે. અને આ પ્રયત્ન સફળ થવાનાં પૂરાં ચિહ્નો આજ ે તો દેખાય છે. અત્યાર સુધી આપણે જ ે દુઃખોનો પોકાર કરતા આવ્યા છીએ, તે ઓછાં થવાની જરા પણ આશા નથી દેખાતી. આપણે વર્ષોથી 397


બૂમ મારીએ છીએ કે મહે સૂલનો દર ઘટાડીને આપણા ગજા જ ેટલો રાખવો જોઈએ. બાકી રહે લાં પાછલાં મહે સૂલ કે તગાવીનો બોજો રદ કરી નાખવો જોઈએ. લાંબા કાળથી ચાલ્યા આવતા દેવાના બોજમાંથી હવે કિસાનોને કોઈ પણ રીતે છોડવા જોઈએ. ખેતરોને પાવાના પાણીના દર ઓછા કરી તેમના ગજા જ ેટલું જ મહે સૂલ રાખવું જોઈએ. તેમના અધિકારો ઝૂંટવી લેવાનું બંધ થવું જોઈએ. નાના કિસાનોને એમનો નિર્વાહ ચલાવવો મુશ્કેલ થઈ પડે તો એમનું મહે સૂલ માફ કરવું જોઈએ. જ ે જમીનદારો કિસાનો પાસેથી નજરાણાં અને ભેટ સ્વીકારે છે, તેમની પાસે વેઠ કરાવે છે તથા છૂપી રીતે લાગા લે છે, તેમને કાયદેસર સજા થવી જોઈએ. પણ આ સઘળી મુશ્કેલીઓમાંથી એકાદ માટે પણ સરકાર તરફથી સીધી રીતે છૂટછાટ મળવાની રજ પણ આશા નથી.

તેમની આ શક્તિનું ભાન કોણ કરાવે? આજકાલ કિસાન કાર્યકરો ઠીક ઠીક કામ કરતા નજરે પડે છે. પોતપોતાની શક્તિ અને બુદ્ધિ અનુસાર સૌ કામ કરી રહ્યા છે. એ સૌનો આભાર માનવાનો આપણો ધર્મ છે. આમ છતાં મારો નમ્ર મત એવો છે કે કિસાનોનું ભલું તો ખુદ કિસાન જ કરી શકશે. આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય. કિસાન ઈશ્વરે આપેલી બે આંખે પાટા બાંધીને ફરશે તો ખાડામાં જ પડશે એમાં શી નવાઈ છે? છતી આંખે આંધળો થનારને દુનિયામાં કોઈ રસ્તે ચડાવી શકતું નથી. એટલા માટે કિસાનોએ જો જાતનું કલ્યાણ કરવું હોય તો પોતાની અનેક નબળાઈઓ સામે જબરજસ્ત લડાઈ કરવી પડશે. સરકાર કે જમીનદારોની સામે લડવા કરતાં આ કઠણ કામ છે. પણ આ કામમાં જ ેટલો એ સફળ થશે એટલા પ્રમાણમાં એની તાકાત વધશે અને એના પર ગુજરતા જુ લમો અટકશે.

કિસાનોની શક્તિ

સંગઠન

કિસાનોને પોતાની શક્તિનો ખ્યાલ જ નથી. જગતનું પોષણ કરનારો કિસાન પામર છે, કંગાલ છે, રં ક છે, એવું એવું જ્યારે હં ુ સાંભળું છુ ં ત્યારે મને અપાર દુઃખ થાય છે. પણ પોતાની શક્તિ ભૂલી જઈને ખુદ કિસાન એવું માનવા લાગ્યો છે એ જાણીને તો મને વધારે દુઃખ થાય છે. કરોડોની સંખ્યા એ જ એનું મોટામાં મોટુ ં બળ છે અને એથીએ મોટુ ં બળ એની મજૂ રી કરવાની અખૂટ શક્તિ છે. જ્યારે કિસાનોને તેમની આ બે શક્તિઓનું જ્ઞાન થશે તે દિવસે એની સામે કોઈ ટકી નહીં શકે. જુ લમગારના હાથ હે ઠા પડશે અને રાજ્યની લગામ કિસાનોના હાથમાં આવી જશે. કિસાનોને

સંગઠન વિનાનું સંખ્યાબળ એ બળ નથી. સૂતરના બારીક તાર જુ દા જુ દા હોય છે ત્યારે હવાના સપાટાથી પણ તૂટી જાય એવા કમજોર હોય છે. પણ જ્યારે મોટી સંખ્યામાં ભેગા થઈને મહોબત કરે છે, તાણાવાણામાં વણાઈને કપડાનું રૂપ લે છે ત્યારે એની મજબૂતી, સુદં રતા અને ઉપયોગિતા અદ્ભુત બની જાય છે. કિસાનો જ્યારે સૂતરના તારોની જ ેમ પરસ્પર મહોબતથી એક સંગઠન ઊભું કરશે ત્યારે એમને પોતાની શક્તિનું ભાન થશે અને એનું માપ જડશે. એકલોઅટૂ લો કિસાન બધાની ઠોકરો ખાતો આવ્યો છે ને ખાશે. માટે કિસાન જો જાતનું ભલું તાકતો હોય તો એણે પોતાનું મજબૂત

398

[ ડિસેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


સંગઠન ઊભું કરવું જોઈએ અને એકબીજા તરફ પ્રેમ અને વિશ્વાસ કેળવવા જોઈએ. એણે એ સમજી જવું જોઈએ કે તમામ કિસાનો એક જ પિતાનાં સંતાનો છે. હં ુ ‘કિસાન’ની આ વ્યાખ્યામાં આ પ્રાંતના અનેક નાના જમીનદારો તથા આપણી સાથે રાતદિવસ ખેતરોમાં મહે નત કરનારા મજૂ રોનો પણ સમાવેશ કરું છુ .ં આપણી આ સભા આ પ્રાંતના હરે ક કિસાનનું સંગઠન કરવાના ઇરાદાથી બોલાવવામાં આવી છે. આ સંગઠનને ‘કેન્દ્રીય કિસાન સંઘ’ એવું નામ આપવાની કલ્પના છે. સાચું સંઘબળ ઊભું કરી પોતાની જાતનું ભલું ચાહતા હો તો પ્રાંતભરનાં પુખ્ત ઉંમરનાં તમામ કિસાન ભાઈબહે નોએ આ સંઘના સભ્ય થઈ જવું જોઈએ. આટલાથી જ કામ નહીં પતે, પણ આ સંગઠનને જીવતુજા ં ગતું રાખવા અને શક્તિશાળી બનાવવા સારી પેઠ ે પ્રયત્ન કરવો જોઈએ.

કરે લું બધું ધૂળ થાય છે. ઉપરથી એના નસીબને દોષ દેવામાં આવે છે અને એ દયા, તિરસ્કાર અથવા મશ્કરીને પાત્ર ગણાય છે. જ ેટલું દુઃખ એ વગર સમજ્યે વેઠ ે છે એથી અડધું પણ પોતાના હકોના રક્ષણ માટે અથવા ન્યાય મેળવવા પોતાની ઇચ્છાથી અને બુદ્ધિપૂર્વક વેઠ ે તો એણે વેઠલે ાં દુઃખ તપશ્ચર્યાના રૂપમાં ફળદાયી નીવડે અને એનામાં રહે લી માણસાઈને જગાડી સ્વમાનનું ભાન કરાવે. કિસાનોએ દાદ માગવા માટે અરજી કે આજીજી કરવાની આદત છોડી દેવી જોઈએ. એણે એટલું તો જાણી લેવું જોઈએ કે પોતાના હક અને દાદ કેમ મેળવાય. એણે પોતાના રક્ષણને માટે શક્તિ મેળવી જ લેવી જોઈએ. કિસાનોએ દાદ માગવામાં જરા પણ વધારીને વાત ન કરવી જોઈએ. દયા માગનારો કિસાન કિસાન નથી, ભિખારી છે. અને ભિખારીને તો બીજાની દયા ઉપર જ જીવવું પડે છે. એવા કિસાનોએ સ્વરાજનું સ્વપ્નું છોડી દેવું જોઈએ. હં ુ કિસાનોને ભિખારી થતા જોવા નથી માગતો. મહે રબાનીની રાહે જ ે કંઈ મળે તે લઈને જીવવાની ઇચ્છા કરતાં પોતાના હક ખાતર મરતાં શીખવાનું હં ુ વધારે પસંદ કરું છુ .ં કિસાનોએ રાજદરબાર, શાહુકાર કે જમીનદાર વર્ગમાં પોતાની પામરતાની અને લબાડીની છાપને ભૂસ ં ી નાખવી જોઈએ. આમ કરવામાં એને ચાલુ દુઃખોમાં થોડો વખત વધારો થાય, તો તે સહન કરી લેવાની હિં મત બતાવવી જોઈએ. આમ સમજપૂર્વક દુઃખ સહન કર્યા વિના કાયમી સુખ મળતું જ નથી.

કિસાનોનું સ્વમાન કિસાનમાં સ્વમાનની ભાવના જાગ્રત થયા વિના એનું કલ્યાણ કદી થવાનું નથી. બીજા પોતાનાથી વધારે નસીબદાર અને મોટા છે તથા પોતે કમનસીબ અને દુર્બળ છે એ માન્યતાએ કિસાનોમાં ઘર કર્યું છે. જ ે કિસાન ઓછામાં ઓછુ ં પાપ કરનાર છે, પસીનો પાડીને પોતાનું પેટ ભરનારો છે, જ ેને બીજા પર આધાર રાખવાની જરા પણ જરૂર નથી, ઊલટો બધાનો જ ેના પર આધાર છે, તે પોતાને નિરાધાર અને હલકો માનતો થવાથી, એની શક્તિ દહાડે દહાડે ઓછી થતી જાય છે. જ ેટલું કષ્ટ કિસાન સહન કરે છે એટલું કોઈ સહન નથી કરતુ.ં છતાં પણ એવું સહન

[સરદાર પટેલના ભાષણોમાંથી સંપાદિત] 

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨૦]

399


ચંપારણના કિસાનોની સ્થિતિ વિશે રિપોર્ટ મો. ક. ગાંધી

ચંપારણના કિસાનોની હાલત વિશે હંુ

જ ે તપાસ કરી રહ્યો છુ ં તેને પરિણામે હં ુ જ ે પ્રારં ભિક અનુમાનો પર આવ્યો છુ ં તે, માનનીય મિ. મૉડની1 સૂચના અનુસાર અત્રે રજૂ કરવાની રજા લઉં છુ .ં …અત્યાર સુધીમાં અમે લગભગ ચાર હજાર જ ેટલા કિસાનોને તપાસ્યા છે અને કાળજીપૂર્વક ઊલટતપાસ લીધા પછી એમનાં નિવેદનો નોંધી લીધાં છે. અમે અનેક ગામોમાં ફર્યાં છીએ અને અદાલતોએ આપેલા અનેક ચુકાદાઓનો અમે અભ્યાસ કર્યો છે. આ રીતે અમે જ ે તપાસ કરી છે તે ઉપરથી, મારા અભિપ્રાય મુજબ નીચેનાં અનુમાનો તારવી શકાય તેમ છે : ચંપારણ જિલ્લામાં આવેલી ફૅ ક્ટરીઓ અથવા પેઢીઓને બે વર્ગમાં વહેં ચી શકાય — (૧) જ ેમની પાસે ગળીના બગીચા કદી પણ નહોતા, અને (૨) જ ેમની પાસે આવા બગીચા હતા. ૧. જ ે પેઢીઓએ ગળીની ખેતી કદી કરાવી નથી તેમણે વિવિધ પ્રકારના अबवाबो2 વસૂલ કરે લા છે. આ રીતે જ ે રકમો વસૂલ થયેલી છે તે ઓછામાં ઓછી કિસાનો પાસેથી વસૂલ કરાતાં ગણોત જ ેટલી તો છે જ. આ વસૂલાતને ગેરકાયદે ઠરાવવામાં

આવેલી છે, તેમ છતાં એ પૂરેપૂરી બંધ થઈ નથી. ૨. ગળીની ખેતી કરાવનારી ફૅ ક્ટરીઓ ગળીની ખેતી કાં તો ‘तीनकठिया’ પદ્ધતિએ અથવા ‘खुश्की’ પદ્ધતિએ કરાવતી આવી છે. तीनकठिया પદ્ધતિ સૌથી વધુ પ્રચલિત છે અને તેથી સૌથી વધારે તકલીફ ઊભી થઈ છે. એનું સ્વરૂપ સમય સાથે બદલાતું રહ્યું છે. એનો આરં ભ ગળીથી થયો હતો, પરં તુ ધીમે ધીમે એણે બધા પાકોને પોતાના સકંજામાં લઈ લીધા છે. અત્યારે આ પદ્ધતિ કિસાનની જમીન પર એવું બંધન નાખે છે જ ેને કારણે તેણે જમીનદારની મરજી મુજબ પોતાની જમીનના ૩/૨૦ ભાગ પર કોઈ ખાસ પાક ઉગાડવો પડે છે અને તેના બદલામાં એને એક નિયત રકમ વળતર તરીકે આપવામાં આવે છે. આ પ્રથા માટે કોઈ કાનૂની આધાર દેખાતો નથી. કિસાનોએ આનો હં મેશાં વિરોધ કર્યો છે, પરં તુ એમને બળજબરી આગળ હં મેશાં નમવું પડ્યું છે. એમને તેમની સેવાઓનું પૂરતું વળતર પણ મળ્યું નથી. પરં તુ જ્યારે બનાવટી ગળી દાખલ કરાઈ અને

1. તેઓ બિહાર અને ઓરિસ્સા પ્રાંતની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (કારોબારી સભા)ના સભ્ય હતા. 2. अबवाब એટલે કિસાનો પાસેથી વસૂલ કરવામાં આવતો એક પ્રકારનો ટૅક્સ. આ ટૅક્સ આ જિલ્લામાં જુ દે જુ દે સ્થળે જુ દા જુ દા નામથી ઓળખાય છે.

400

[ ડિસેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


તેને લીધે સ્થાનિક પેદાશની કિંમત ઘટી ગઈ ત્યારે બગીચાના માલિકોએ ગળીના सट्टाओ1 રદ કરવાનો વિચાર કર્યો. એટલે એમણે પોતાની ખોટ કિસાનોને માથે ઓઢાડવાની તરકીબ શોધી કાઢી. ગળીની ખેતી કરાવવાનો પોતાનો હક છોડી દેવાના બદલામાં એમણે પટાની જમીનો સંબંધમાં કિસાન પાસેથી तावान વસૂલ કર્યો. तावान એટલે ગળીની ખેતી અંગેનો તેમનો હક જતો કરવા બદલની નુકસાની, જ ે વીઘા દીઠ રૂ. ૧૦૦ સુધી હતી. કિસાનો દાવો કરે છે કે तावानની આ વસૂલાત બળજબરીથી કરવામાં આવી હતી. જ્યાં કિસાન રોકડાં નાણાં ન આપી શક્યા ત્યાં તેમની પાસેથી હપતાથી રકમ ભરાય એ રીતનાં ખાતાં પડાવી લેવામાં આવ્યાં અથવા તો ગીરોખત લખાવી લેવામાં આવ્યાં અને તેના પર ૧૨ ટકા વ્યાજ આપવાનું કબૂલ કરાવવામાં આવ્યું. આવા દસ્તાવેજમાં બાકી નીકળતી રકમોને तावान એટલે કે નુકસાની નામ આપવામાં આવ્યું નથી, પરં તુ એને કિસાનને તેના કોઈ કામ માટે આપવામાં આવેલું દેણ એવું બનાવટી નામ આપવામાં આવ્યું છે. 2 मुकर्ररी જમીનોમાં નુકસાન વસૂલ કરવા માટે એક નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે. એનું નામ છે शरहदेशी सट्टा. એનો અર્થ થાય છે ગળીની ખેતી [કરાવવાનો હક્ક છોડવા] બદલ

ગણોતમાં કરવામાં આવેલો વધારો. સરવે રિપોર્ટ પ્રમાણે ૫,૯૫૫ ખાતેદારો પર લાગુ થયેલી આ વધારાની રકમ રૂ. ૩૧,૦૬૨ થાય છે. વધારો લાગુ થતા પહે લાં એ લોકો ગણોતના રૂપમાં રૂ. ૫૩,૮૬૫ ભરતા હતા. જ ે ખાતેદારો પર આ વધારાની અસર થઈ છે તેમની કુ લ સંખ્યા આનાથી ઘણી વધારે છે. રૈ યતનું કહે વું એવું છે કે આ सट्टा એમની પાસેથી બળજબરીથી લખાવી લેવામાં આવેલા છે. ગળીની ખેતી કરવાના બંધનમાંથી માત્ર થોડા સમય માટે મુક્ત થવા બદલ કિસાનો આ કાયમી અને આકરો વધારો સ્વેચ્છાએ સ્વીકારી લે એ કદાપિ માની શકાય એવું નથી. હકીકતમાં તો તેઓ આ મુક્તિને માટે કેટલાયે વખતથી ઝૂઝતા હતા અને ઉમેદ રાખતા હતા કે એ મુક્તિ એમને તરતમાં જ મળી જશે. જ્યાં तावान લેવામાં આવ્યું નથી ત્યાં ફૅ ક્ટરીઓએ કિસાનો પાસે तीनकठिया પદ્ધતિ નીચે ઓટ, શેરડી અથવા એવા બીજા પાકોની ખેતી બળજબરીથી કરાવી છે. तीनकठिया પદ્ધતિ અનુસાર જમીનદારના પાક ઉગાડવા માટે રૈ યતને પોતાની સર્વોત્તમ જમીન આપવાની ફરજ પડી છે; કેટલાક કિસ્સાઓમાં તો આને માટે કિસાનને પોતાના ઘર સામેની જમીન આપવી પડી છે. આ માટે એને પોતાનો ઉત્તમ સમય અને શક્તિ પણ આપી દેવાં પડ્યાં છે, જ ેને પરિણામે તેને, — જ ેના પર એની આજીવિકા નભે છે તે પોતાનો પાક ઉગાડવાને માટે બહુ થોડો સમય બાકી રહે છે. ફૅ ક્ટરીઓને ભાડાથી ગાડાં પૂરાં પાડવા

1. લેખી કરાર. 2. કાયમી પટ્ટાની.

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨૦]

401


માટે પણ કિસાન પાસેથી બળજબરીથી સટ્ટાઓ (કરારો) લખાવી લેવામાં આવ્યા છે. આ માટેનું ભાડુ ં પણ એ કામમાં કિસાનને થતો ખર્ચ વસૂલ થાય એટલું નથી હોતું. કિસાનો પાસે વેઠ કરાવવામાં આવે છે અને તેમને પૂરતી મજૂ રી પણ આપવામાં આવતી નથી. કુ મળી વયના છોકરાઓ પાસે પણ એમની મરજી વિરુદ્ધ કામ કરાવવામાં આવે છે. ફૅ ક્ટરીઓ કિસાનનાં હળ ઉઠાવી લાવે છે અને પોતાની જમીનો ખેડવા માટે એ હળને કેટલાયે દિવસો સુધી રોકી રાખે છે, અને તે પણ એવા સમયે કે જ્યારે કિસાનને પણ તેમની પોતાની જમીનો ખેડવા માટે એ હળની જરૂર હોય. વળી આ હળ વાપરવા બદલ કિસાનને બહુ જ નજીવું ભાડુ ં આપવામાં આવે છે. ફૅ ક્ટરીઓના નોકરોને (अमलाओने) પગાર બહુ જ થોડો મળે છે. એટલે તેઓ મજૂ રોને જ ે રોજી મળે તેમાંથી दस्तूरी1 પડાવે છે. આ દસ્તૂરી ઘણી વાર મજૂ રોના દૈનિક પગારના પાંચમા ભાગ જ ેટલી હોય છે. આ લોકો ગાડાં અને હળના ભાડામાંથી પણ હિસ્સો પડાવે છે. કેટલાંક ગામોમાં કિસાનોનાં મરે લાં ઢોરનાં ચામડાં ફૅ ક્ટરીઓને આપી દેવાની ચમારોને ફરજ પાડવામાં આવી છે. પહે લાં ચમારો મરે લાં જાનવરોના બદલામાં કિસાનોને જોડા તથા હળ માટે ચામડાના પટા આપતા હતા અને એમની સ્ત્રીઓ કિસાનોનાં ઘરોમાં સુવાવડ વખતે મદદ કરતી હતી. હવે એમણે

આ કીમતી સેવાઓ આપવાનું બંધ કરી દીધું છે. આવાં ચામડાં એકઠાં કરવા માટે કેટલીક ફૅ ક્ટરીઓએ તો ગોદામ પણ ખોલ્યાં છે. જ ે રૈ યતના માણસોએ ફૅ ક્ટરીઓના મનસ્વી હુકમોને તાબે થવાનો ઇનકાર કર્યો છે તેમના પર ઘણી વાર મોટી રકમના ગેરકાયદે દંડ ઠોકી બેસાડવામાં આવ્યા છે. (મારી પાસે જ ે જુ બાનીઓ પડેલી છે તે ઉપરથી જણાય છે કે) કિસાનને પોતાના હુકમને તાબે કરવા માટે બગીચાના માલિકો જ ે બીજા અનેક ઉપાયો અજમાવે છે તેમાંના કેટલાક આવા છે : એમનાં ઢોરને ડબામાં પૂરી દેવામાં આવે છે; એમને ઘેર ચપરાસીઓ બેસાડવામાં આવ્યા છે; એમને મળતી નાયી, ધોબી, સુથાર અને લુહારની મદદ બંધ કરી દેવામાં આવી છે; એમનાં ઘરોની સામેની અથવા ઘર પછવાડેની વાડાની જમીન તથા રસ્તાઓને ખેડી નાખીને ત્યાં થઈને ગામના કૂ વાઓ તથા ચરા તરફ જવાનું મુશ્કેલ બનાવી દેવામાં આવ્યું છે; એમની વિરુદ્ધ દીવાની દાવા ચલાવવામાં આવ્યા છે કે ઊભા કરવામાં આવ્યા છે અથવા ફોજદારી ગુનાની ફરિયાદો નોંધાવવામાં આવી છે; અને એમને શારીરિક માર મારવામાં આવ્યો છે તથા ખોટી રીતે ગોંધી દેવામાં આવ્યા છે. બગીચાના માલિકોએ કિસાનને પોતાની મરજી મુજબ વર્તવાની ફરજ પાડવા માટે એમની સામે આ દેશની સંસ્થાઓનો સફળ રીતે ઉપયોગ કર્યો છે અને જરૂર પડ્યે કાયદાને પોતાના હાથમાં લેતાં પણ તેઓ અચકાયા નથી. પરિણામે અહીંના કિસાનોમાં નિઃસહાયતાની જ ે દીન–

1. રિવાજ મુજબની દલાલી. એ ગેરકાયદે છે.

402

[ ડિસેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


હીન દશા મારા જોવામાં આવી તેવી હિં દુસ્તાનના કોઈ પણ ભાગમાં જ્યાં હં ુ ગયો છુ ં ત્યાં મેં જોઈ નથી. બગીચાના આ માલિકો જિલ્લા બોર્ડોના સભ્યો છે, ચોકીદારી કાયદા નીચે મૂલ્યાંકન કરનારા છે અને ડબાની સંભાળ રાખનારા છે. એમની આ સત્તા અને સામર્થ્યની કિસાનો પર માઠી અસર પડી છે. જ ે સડકો માટે કિસાન ગણોતના રૂપિયે અર્ધા આના લેખે ભાગ આપે છે એ સડકનો ઉપયોગ તે ભાગ્યે જ કરી શકે છે. એ સડકોની કદાચ સૌથી વધારે જરૂર કિસાનનાં ગાડાં અને બળદો માટે પડવી જોઈએ. તેમને માટે તેનો ઉપયોગ ક્વચિત જ કરવા દેવામાં આવે છે. આ સ્થિતિ એકલા ચંપારણમાં જ નથી બીજ ે સ્થળે પણ છે એમ કહે વાથી આ ફરિયાદનું મહત્ત્વ કોઈ રીતે ઓછુ ં થતું નથી. આ નિયમમાં અપવાદરૂપ હોય તેવી કેટલીક પેઢીઓ છે એ હં ુ જાણું છુ ,ં પરં તુ એક સામાન્ય ફરિયાદ તરીકે ઉપર જ ે વિધાનો કરવામાં આવ્યાં છે તે સાબિત થઈ શકે તેવાં છે. હં ુ એ પણ જાણું છુ ં કે આમાં કેટલાક એવા હિં દી જમીનદારો પણ છે જ ેમના પર ઉપર જણાવેલા આક્ષેપો લાગુ પાડી શકાય તેમ છે. બગીચાના માલિકોની માફક તેમની પાસેથી પણ રાહત માગવામાં આવે છે. બેશક, ગોરા બગીચામાલિકોને આ દૂષિત પ્રથા વારસામાં મળી છે. તેમ છતાં એ પણ સાચું છે કે તેમણે તેમની કસાયેલી બુદ્ધિશક્તિ અને ચડિયાતાં સ્થાનની મદદથી આ પુરાણા રિવાજોનું એક ચોકસ શાસ્ત્ર જ બનાવી મૂક્યું છે. પરિણામ એ આવ્યું છે કે જો સરકારે કિસાનોને થોડુઘં ણું

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨૦]

પણ રક્ષણ ન આપ્યું હોત તો તેઓ અન્યાયોના આ સમુદ્રમાં ડૂ બી ગયા હોત; તેમને એમાંથી માથું ઊંચું કરવાનો પણ અવકાશ ન મળ્યો હોત. પરં તુ કિસાનોને સરકાર તરફથી જ ે રક્ષણ મળે છે તે અતિ અલ્પ હોય છે. એની ગતિ પણ ખીજ ચડે એવી અત્યંત મંદ હોય છે. અને એ એટલું મોડુ ં મળે છે કે ઘણી વાર કિસાનો એની કદર કરી શકતા નથી. એ સાચું છે કે આ રજૂ આતમાં જ ે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે તેમાંના કેટલાક વિશે સરકાર જમાબંધી (સેટલમેન્ટ) અધિકારીના રિપોર્ટની રાહ જોઈ રહી છે. પરં તુ જ્યારે કિસાનો મેં ઉપર વર્ણવેલા અત્યાચારોના બોજા નીચે તોબા પોકારી રહ્યા હોય, ત્યારે આ આખી પરિસ્થિતિની તપાસ જમાબંધી અધિકારી મારફતે કરાવવી એ અટપટી રીત છે. એમને માટે તો અહીં જણાવેલી ફરિયાદો જમાબંધીના એમના વિશાળ કાર્યના માત્ર એક હિસ્સા બરાબર છે. આ ઉપરાંત, એમની તપાસમાં ઉપર ઉઠાવેલા બધા મુદ્દા આવતા પણ નથી. બીજુ ,ં અહીં રજૂ કરે લી ફરિયાદો વિશે મતભેદ હોવાનો પણ સંભવ નથી. અને તે એટલી ગંભીર છે કે તેમાંથી તાત્કાલિક રાહત મળવી જોઈએ. तावान અને शहरबेशी અને अबवाब નામના લાગા બળજબરીથી કઢાવવામાં આવેલા છે, એની તો કોઈ ના પાડી શકે તેમ નથી. અને હં ુ આશા રાખું છુ ં કે એવી દલીલ નહીં કરવામાં આવશે કે આ બાબતો અંગે કાયદાનો આશ્રય લેવાથી કિસાનોને સંપૂર્ણ રક્ષણ મળી શકે તેમ છે. આટલા મોટા પાયા પર બળજબરીથી વસૂલાત લેવામાં આવતી હોય ત્યાં કિસાનને અદાલત મારફતે 403


પૂરતું રક્ષણ મળતું નથી, એટલે સર્વોપરી જમીનદાર તરીકે ખુદ સરકાર તરફથી વહીવટી સંરક્ષણ આપ્યા વિના ચાલી શકે તેમ નથી. અન્યાય બે પ્રકારના છે. એક તો એવા અન્યાય જ ે બની ચૂકેલી હકીકત છે; જ્યારે બીજા એવા જ ે હજી ચાલુ છે. આ બીજા પ્રકારના અન્યાય એકદમ અટકાવી દેવા જોઈએ અને ભૂતકાળના અન્યાય, એટલે કે જ ે तावान અને अबवाब વસૂલ થઈ ચૂક્યા છે અને शरहबेशीના જ ે પૈસા અપાઈ ચૂક્યા છે, તે સંબંધમાં નાનીસરખી તપાસ થવી જોઈએ. ઢંઢરે ો પિટાવીને તથા પત્રિકાઓ વહેં ચીને કિસાનને જણાવી દેવું જોઈએ કે अबवाब, तावान અને शरहबेशीના પૈસા આપવાને તેઓ બંધાયેલા નથી, એટલું જ નહીં પણ એમણે એ પૈસા આપવા નહીં જોઈએ અને જો કોઈ એમની પાસેથી એ પૈસા બળજબરીથી વસૂલ કરવા પ્રયત્ન કરશે તો સરકાર એમનું રક્ષણ કરશે. એમને એમ પણ જણાવવું જોઈએ કે તેઓ તેમના જમીનદારોની કોઈ અંગત ચાકરી કરવા બંધાયેલા નથી અને પોતાની સેવાઓ પોતાને ફાવે ત્યાં અને ફાવે તેને આપવાને સ્વતંત્ર છે. એમની મરજી ન હોય અથવા એમાં એમને ફાયદો થતો ન હોય તો તેઓ ગળી, શેરડી અથવા બીજો કોઈ પણ પાક ઉગાડવાને પણ બંધાયેલા નથી. જ્યાં સુધી આ અન્યાયો દૂર ન થાય ત્યાં સુધી બેતિયા રાજ દ્વારા ફૅ ક્ટરીઓને આપવામાં આવેલા પટ્ટાઓ એમની મુદત પૂરી થયે ફરી તાજા કરી આપવા નહીં જોઈએ અને જ્યારે પણ તાજા કરી આપવામાં આવે ત્યારે એમાં કિસાનના 404

હકનું બરાબર રક્ષણ થાય એવી જોગવાઈ થવી જોઈએ. दस्तूरी બાબતમાં તો એ વાત સ્પષ્ટ છે કે જવાબદારીની જગાઓ ઉપર હાલના માણસોની જગાએ શિક્ષિત માણસો રાખવા જોઈએ અને એમને વધારે સારો પગાર આપવો જોઈએ. અને ગેરકાયદે दस्तूरी વસૂલ કરીને કિસાન મજૂ રીની જ ે રકમ મળવાને પાત્ર થતો હોય તેથી ઓછી રકમ આપવાનો રિવાજ બંધ થવો જોઈએ. હં ુ ચોક્કસ માનું છુ ં કે બગીચાના માલિકો આ દૂષણ અટકાવવા પૂરતા સમર્થ છે, જોકે તેઓ એને ‘હિમાલય જ ેટલું પુરાણું’ કહે છે. કિસાનને એક વાર ખાતરી થઈ જાય કે પોતે સ્વતંત્ર છે, એટલે પછી ગળીના सट्टाओમાં, [ફૅ ક્ટરીઓને] ગાડાં ભાડે આપવાના सट्टाओમાં તથા મજૂ રીના રૂપમાં એમને જ ે વળતર આપવામાં આવે છે તે પૂરતું છે કે નહીં તે પ્રશ્નની તપાસ કરવાની જરૂર રહે શે નહીં. સર્વસંમત સમજૂ તી કરીને કિસાનને એવી સલાહ આપી દેવી જોઈએ કે તેમણે આ સાલ ગળી કે બીજા જ ે કોઈ પાક ઉગાડવા હોય તેનું કામ પૂરું કરી આપવું જોઈએ. પરં તુ ત્યાર પછી, ગળી હોય કે બીજો કોઈ પણ પાક હોય, તેઓ એ ઉગાડે કે ન ઉગાડે એ એમની મરજીની વાત હોવી જોઈએ. એ બાબતમાં નિર્ણય કરવા માટે એમને સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. આપ જોશો કે આ નિવેદનમાં મેં ઝાઝી દલીલો વાપરી એને ભારે ખમ બનાવ્યું નથી. પરં તુ સરકારની જો એવી ઇચ્છા હોય કે મારે મારા અમુક નિર્ણયો સાબિત કરી બતાવવા, તો એ નિર્ણયો જ ે પુરાવા પર [ ડિસેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


નિર્ભર છે તે પુરાવા હં ુ ખુશીથી રજૂ કરીશ. અંતમાં, મારે કહે વું જોઈએ કે બગીચામાલિકોની લાગણી દૂભવવાની મારી જરા પણ ઇચ્છા નથી. એમણે મારા પ્રત્યે હં મેશાં વિવેકભર્યું વર્તન દાખવ્યું છે. હં ુ માનું છુ ં કે અહીંના કિસાન એક ભયંકર અન્યાયની ચક્કીમાં પિસાઈ રહ્યા છે અને તેમને એમાંથી તુરતાતુરત મુક્ત કરવા જોઈએ. એટલા માટે મેં બગીચાના માલિકો જ ે પ્રણાલીને અનુસરી

રહ્યા છે તેની બને તેટલા સ્વસ્થ ચિત્તે સમીક્ષા કરી છે. આ કાર્ય મેં એવી આશાએ હાથમાં લીધું છે કે બગીચામાલિકો અંગ્રેજો હોઈ સંપૂર્ણ અંગત સ્વતંત્રતા ભોગવવાનો એમનો જન્મસિદ્ધ હક્ક છે. તેઓ પોતાના એ ગૌરવને અનુરૂપ વર્તન કરશે અને પોતાના આશ્રિત કિસાનને પણ એટલી જ સ્વતંત્રતા આપવાની ઉદારતા દાખવશે. [ગાં. અ. : 13 : 358-63] 

ખેડૂત તરીકે ગાંધી અનુ બંદ્યોપાધ્યાય

ખેડૂતને ‘જગતના તાત’ તરીકે વર્ણવતી તે મેળવી શકવાના નથી.” કવિતા ગાંધીજીએ વાંચી હતી. ઈશ્વર અન્નદાતા છે અને ખેડૂત તેમના હાથપગ છે એમ તેમાં કહ્યું છે. ખેડૂતને ગરીબી અને અજ્ઞાનમાંથી મુક્ત કરવામાં જ હિં દની મુક્તિ પડેલી છે, એ વાત તેમણે ભારપૂર્વક જણાવી હતી : “પંચોતેર ટકા કરતાં પણ વધારે વસ્તી ખેતી પર નભે છે, ‘સભી ભૂમિ ગોપાલ કી’ એટલે કે જમીનનો ખરો માલિક ખેડૂત હોવો જોઈએ, જમીન ન ખેડનાર જમીનદાર નહીં. જો આપણે ખેડૂતો પાસે તેમની મહે નતનું લગભગ બધું જ ફળ લઈશું તો આપણે ત્યાં સ્વરાજ્ય જ ેવું ખાસ કંઈ રહે શે નહીં. આપણી મુક્તિ માત્ર ખેડૂતો દ્વારા જ આવી શકે. વકીલો, દાક્તરો કે ધનવાન જમીનદારો

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨૦]

રાજ્યની પચીસ ટકા મહે સૂલી આવક ખેડૂતો પાસેથી ભેગી કરવામાં આવે છે. જમીન પરના કરનું પ્રમાણ ઘણું ભારે છે. હિં દના કોઈ પણ શહે રમાં કોઈ ભવ્ય મકાન બંધાતું જોવામાં આવતું અથવા તેવું મકાન બંધાય છે એવું ગાંધીજીના સાંભળવામાં આવતું ત્યારે તેઓ દુઃખ સાથે કહે તા, “આ બધો પૈસો ખરે ખર તો ખેતી કરનારાઓ પાસેથી આવે છે.” શહે રી વિકાસનું આવું કોઈ પણ પ્રતીક તેમને કરવેરા, ગેરકાયદે ખોટી જરૂરિયાતો, કદી પૂરું ન કરી શકાય તેવું દેવું, અજ્ઞાન, વહે મ અને રોગો નીચે દબાયેલા ખેડૂતોની યાદ આપતું. ગાંધી જન્મે ખેડૂત નહોતા પરં તુ ખેડૂત બનવા માટે તમામ પ્રયાસો તેમણે કર્યા હતા. 405


નાનપણથી જ ફળઝાડ ઉગાડવાનું તેમને ગમતું. દરરોજ સાંજ ે નિશાળેથી પાછા ફર્યા પછી, ઊંચાઈવાળી જગ્યા પરનાં ફળઝાડને પાણી પાવા માટે તેઓ ડોલે ડોલે પાણી ત્યાં લઈ જતા. છત્રીસ વરસની ઉંમરે તેમણે ખેતર પર રહીને ખેડૂતનું જીવન જીવવાનું શરૂ કર્યું. આશ્રમ બાંધવા માટે તેઓ એક જમીનના ટુકડાની શોધમાં હતા તે વખતે ફળઝાડવાળા એક એકરના જમીનના ટુકડા પર તેમની નજર ઠરી. તેમણે તે ટુકડો ખરીદી લીધો અને તેમના કુ ટુબ ં અને મિત્રો સાથે તેઓ ત્યાં આવીને રહ્યા. ધીમે ધીમે તેમણે ખેતી કરવાનું શરૂ કર્યું અને વકીલાતનો મોભાદાર વ્યવસાય છોડી દીધો. એ ખેતર પરનાં ઝૂંપડાં ખેતર પર રહે તા લોકોએ બાંધ્યાં હતાં. ગાંધીજીએ જમીન ખેડવાનું, પાણી ખેંચવાનું, શાકભાજી તથા ફળો ઉગાડવાનું અને લાકડાં ફાડવાનું કામ કર્યું હતું. કંઈ ન ઊપજ ે તેવી એ જમીનને તેમણે જોતજોતાંમાં લીલી વાડી બનાવી દીધી હતી. દક્ષિણ આફ્રિકામાં દસ વરસ સુધી ખેતર પર તેઓ જ ે જીવન જીવ્યા તેનાથી તેમને ખેતીનું સારું જ્ઞાન તથા અનુભવ મળી ગયાં. મધમાખીઉછેરની અહિં સક અને વધારે વ્યવસ્થિત પદ્ધતિ તેમણે પ્રચારમાં આણી. આ પદ્ધતિમાં મધપૂડાનો કે મધમાખીનો નાશ કર્યા વગર મધ કાઢી શકાતું. ખેતીવાડીની જમીન પાસે અથવા ફળ અને શાકભાજીની વાડી પાસે મધમાખી ઉછેરવાને કારણે છોડમાંથી વધુ ઉત્પાદન શી રીતે મળે છે તે તેમણે સમજાવ્યું. મધમાખીઓ ફૂલોમાંથી મધ ચૂસી લેતી વખતે તેમના પગ પર પરાગ પણ લાવે તથા લઈ જાય છે. તેનાથી પાક સારો તથા વધારે થાય છે. 406

જમીન ઉત્પાદક નથી, સાધનોની અછત છે, કે પાણી મળી શકે તેમ નથી એવી ફરિયાદોને ગાંધીજી સ્વીકારતા નહોતા. તેની મહે નતનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ એ ખેડૂતની મોટા ભાગની મૂડી છે એમ તેઓ ભારપૂર્વક કહે તા. ખેડૂત શક્તિશાળી, આપસૂઝવાળો અને સ્વાવલંબી હોવો જોઈએ. નઈ તાલીમનું કામ ગોઠવનાર એક ભાઈએ એવી ફરિયાદ કરી કે તેમની પાસે જ ે જમીન છે તે ખેતીને લાયક નથી. ત્યારે ગાંધીજીએ કહ્યું, “દક્ષિણ આફ્રિકામાં અમારે કેવી જાતની જમીન પર કામ કરવું પડ્યું હતું તેની તમને ખબર નથી. જો તમારી જગ્યાએ મારે કામ કરવાનું હોય તો હં ુ શરૂઆત કરતી વેળાએ હળનો ઉપયોગ ન કરું. છોકરાંઓને એકેકી કોદાળી આપી દઈ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ હં ુ તેમને શીખવું. એ એક કળા છે. બળદની શક્તિ ત્યાર પછી કામમાં લેવી જોઈએ. જમીન ઉપરનું માટી તથા સડેલાં પાંદડાંવાળું પાતળું પડ અથવા કૉમ્પોસ્ટ ખાતર જુ દી જુ દી જાતની વનસ્પતિઓ તથા શાકભાજી ઉગાડવા માટે મદદરૂપ થાય છે. છીછરા લાંબા ખાડામાં મળ દાટતા રહે વાની પદ્ધતિથી મળતું ખાતરમાં રૂપાંતર કરવા માટે એક પખવાડિયા કરતાં વધારે સમયની જરૂર પડતી નથી. ખેતીના કામને તેઓ માનભર્યું કામ ગણે એવું આપણાં બાળકોને આપણે શીખવવું જોઈએ. ખેતી એ નીચો નહીં પણ ઉમદા વ્યવસાય છે.” પાયાની કેળવણીની યોજનામાં ખેતી અગત્યનો ભાગ ભજવી શકે એમ ગાંધીજી માનતા. હિં દના ભાગલા પડ્યા તેના થોડા સમય અગાઉ નોઆખલીના હિં દુઓએ તેમને પૂછ્યું, “અમે અહીં કેવી રીતે રહી શકીશું, અને શું ખાઈને જીવીશું? મુસ્લિમ ખેડૂતો અમને [ ડિસેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


સહકાર આપતા નથી. અમને બળદ કે હળ આપતા નથી.” ગાંધીજીએ તરત કહ્યું, “થોડાં તીકમ લઈ આવો અને જમીન ખોદવા માંડો. તીકમથી જમીન ખેડી કાઢવાથી પાક ઓછો થશે એવું નથી.” ૧૯૪૩ની સાલમાં ગાંધીજી જ ેલમાં હતા તે વખતે બંગાળમાં લાખો લોકો દુકાળનો ભોગ બન્યા. આ બનાવની કારમી યાદ સરકારી અધિકારીઓ અને લોકોના મનમાંથી હજુ દૂર નહોતી થઈ. ૧૯૪૭માં જ્યારે બીજો દુકાળ પડશે એવો ભય તોળાતો હતો તે વખતે તરત જ વાઇસરૉયે તેમના અંગત મદદનીશને વિમાન દ્વારા ગાંધીજીની સલાહ લેવા માટે સેવાગ્રામ મોકલ્યા હતા. ગાંધીજી અડગપણે ઊભા રહ્યા અને તેમણે લોકોને સામે આવી રહે લી મુશ્કેલીનો ભય ખંખરે ી નાખવા કહ્યું. “અફાટ ફળદ્રુપ જમીન, પૂરતું પાણી અને જોઈએ તેટલી માનવશક્તિ આપણી પાસે છે. આવા સંજોગોમાં અનાજની અછત શા માટે હોવી જોઈએ? લોકોને સ્વાવલંબી બનવાની સલાહ આપવી જોઈએ. જ ે બે દાણા ખાય છે તેણે ચાર દાણા પેદા કરવા જોઈએ. પોતાના ઉપયોગ માટે દરે ક જણે ખાવા માટે કંઈક ને કંઈક ઉગાડવું જોઈએ. ચોખ્ખી માટી ભેગી કરી, તેમાં થોડુ ં સેન્દ્રિય ખાતર મેળવી — થોડુ ં સૂકું છાણ સારા સેન્દ્રિય ખાતરનું કામ આપી શકે — તન ે ે ગમે તે માટીના વાસણમાં યા તો પતરાના વાસણમાં પાથરી દઈ તેની પર શાકભાજીનાં બી નાખી દઈ તેને પાણી આપતાં રહે વું એ પોતાને માટે કંઈક ને કંઈક ઉગાડવાનો સરળ રસ્તો છે. માત્ર વિધિ ખાતર કરવામાં આવતા તમામ સમારં ભો બંધ કરી દેવા જોઈએ. બિયારણની તમામ પ્રકારની નિકાસ બંધ કરી દેવી જોઈએ. ગાજર, બટાટા,

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨૦]

રતાળુ તથા કેળાં જ ેવાં કંદમૂળોમાંથી શરીર માટે જરૂરી સ્ટાર્ચ મેળવી શકાય છે. આની પાછળનો આશય હાલના ખોરાકમાંથી સંઘરી રાખી શકાય તેવાં અનાજ અને કઠોળનો વપરાશ ઓછો કરી તેને ભવિષ્યને માટે સંઘરી રાખવાનો છે. તેમના સ્વાશ્રયના આદેશ માટે શિસ્ત અને કરકસરનું મક્કમ આચરણ, નવી જાતના ખોરાકને અનુકૂળ થવાની વૃત્તિ અને પરદેશ પાસે ભીખ નહીં માગવાનું વલણ જરૂરી હતાં. સરકાર દ્વારા જ અનાજ અને કાપડની વહેં ચણી થતી હતી તે કાળમાં ગાંધીજીને સરકારના જથ્થામાંથી કંઈ લેવું પડ્યું નહોતુ.ં ચોખા, રોટલો કે કઠોળ વગર તેઓ ચલાવી લઈ શકતા. તેઓ ખાંડનો ઉપયોગ નહોતા કરતા. પોતાને જોઈતું કપડુ ં તેઓ જાતે બનાવી લેતા. હરિજનબંધુ માં આપણી નજીકમાંથી મળી આવતી વસ્તુઓમાંથી અને ગાયનું છાણ, મળ, મૂત્ર, શાકભાજીનાં છોતરાં જ ેવી નકામી ચીજોમાંથી કૉમ્પોસ્ટ ખાતર કેવી રીતે બનાવવું તેની ઝીણી ઝીણી સૂચનાઓ તેમણે આપી હતી. મહે નત અને બુદ્ધિ વડે કોઈ પણ જાતની મૂડી વગર કૉમ્પોસ્ટ ખાતર બનાવી શકાય. આશ્રમમાં મળ અને મૂત્રને ખાડાઓમાં દાટી રાખવામાં આવતાં. થોડા વખતમાં જ તેમાંથી કીમતી ખાતર બની જતું. રૂઢિચુસ્ત ખેડૂતોને આવું ભંગીએ કરવું પડે તેવું ખેડૂતનું કામ કરવાનું ગમતું નહીં. રાસાયણિક ખાતર કરતાં સેન્દ્રિય ખાતરને ગાંધીજી પ્રથમ પસંદગી આપતા. તેમના મતે જમીનની ફળદ્રુપતા માટે અથવા ઝડપથી ફરી ફરીને પાક લેવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં જોખમ હતું. રાસાયણિક ખાતરો આંજી નાખે એવાં પરિણામોની આશા આપતાં હોવા છતાં તેના 407


ઉપયોગથી જમીન નબળી પડી જવાનો સંભવ રહે છે. બળદથી ચાલતા હળની જગ્યાએ ટ્રૅક્ટરનો ઉપયોગ કરવાની વાત પણ તેઓ પસંદ નહોતા કરતા. સાબરમતી આશ્રમમાં તેમણે લગભગ બધાં જ સુધારે લી જાતનાં હળનો ઉપયોગ કરી જોયો હતો પરં તુ મૂળ બળદથી ચાલતું હળ જ વધારે અનુકૂળ પુરવાર થયું હતુ.ં પાક લેવા માટે જ ેટલી ઊંડી ખેડ કરવાની જરૂર છે તેટલી ઊંડી ખેડ તેનાથી થઈ શકે છે પરં તુ જમીનને નુકસાન થાય તેટલી ઊંડી ખેડ તે ક્યારે ય કરતું નથી અને આમ તે જમીનનાં સત્ત્વોને જાળવી રાખે છે. વળી એક ટ્રૅક્ટર સેંકડો માણસોના હાથે થતી મહે નતને દૂર કરી તેનું સ્થાન લે છે તે પણ તેમને પસંદ નહોતુ.ં તેઓ એ લોકોની શક્તિને ઉપયોગી ઉત્પાદક કામમાં લગાડવા માગતા હતા. ખેડૂતોમાં જ ે સર્જનશક્તિ છે તેને મશીનથી ચાલતું સાધન બુઠ્ઠી કરી નાખશે એવો તેમને ભય હતો. જમીનના જુ દા જુ દા ટુકડાઓને ખેડવાની જુ ગો જૂ ની પદ્ધતિને તેમણે માન્ય રાખી નહોતી. કારણ, “જમીનના ગમે તેમ સો ટુકડા કરી નાખવા કરતાં સો કુ ટુબ ં ો સહકારી ધોરણે ખેતી કરી તેની આવક વહેં ચી લે તે વધારે સારું ગણાય. ગામમાં દરે ક ઘર બળદ તથા બળદગાડુ ં રાખે તે એક જાતનો બગાડ છે.” તેમણે સહકારી ધોરણે પશુપાલન કરવાની હિમાયત કરી. તેમ કરવાથી રોગચાળા સામે ઢોરોને યોગ્ય સારવાર આપી શકાય, ઢોરો માટે ચરાણની સહિયારી જગા રાખી શકાય અને ઘણી ગાયો વચ્ચે ચુનદં ા ખાસ નસલના સાંઢ રાખી શકાય. કોઈ પણ સામાન્ય ખેડૂત આ બધી સગવડ ન કરી શકે. ઢોરો પાસેથી જ ે મળતર મળે તેના કરતાં તેના ખાણદાણનો ખર્ચ ઘણી વાર વધારે આવે છે. 408

ઢોરોની સંખ્યા વધતી જાય તેમ તેમ, ગરીબીને કારણે લાચારીથી, તેઓ વાછરડાને વેચી દે છે. પાડાઓને મારી નાખે છે, અગર તો ભૂખે મરવા દે છે. તે ઢોરોને સારી રીતે રાખતા નથી તથા તેમની પાસે નિર્દયતાથી કામ લે છે. ગોરક્ષા પર ગાંધીજીએ ખાસ ભાર મૂક્યો હતો. આપણી ખેતીના વ્યવસાયમાં ગાય એ ખૂબ જ મૂલ્યવાન પ્રાણી છે. હિં દભરની તેમની મુસાફરીઓ દરમિયાન ખેડૂતની નિસ્તેજ આંખો અને ગાયોની દુર્દશા જોઈને તેમને ભારે દુઃખ થયું હતું : “હિં દમાં ગાયને માતા ગણવામાં આવે છે. તેમ છતાં, ગાય તથા તેની ઓલાદને હિં દમાં જ ેટલું કષ્ટ આપવામાં આવે છે તેટલું દુનિયાના બીજા કોઈ દેશમાં આપવામાં આવતું નથી. આજ ે તો ગોપૂજાનો અર્થ મુસ્લિમો સાથે ગાયની કતલના બહાને ઘાતકી દુશ્મનાવટ ચાલુ રાખવામાં અને ગાયના પવિત્ર સ્પર્શથી આપણને પુણ્ય મળે છે એવું માનવામાં જ સમાઈ જાય છે. ઘણી પાંજરાપોળો તથા ગોશાળાઓ ત્રાસનું ધામ બની ગયાં છે.” પાંજરાપોળોએ વસૂકી ગયેલાં અને અપંગ ઢોરોની દેખભાળ રાખવી જોઈએ તથા ઢોરઉછેર વિશે અભ્યાસપૂર્ણ સલાહ આપવી જોઈએ એવી ગાંધીજીની અપેક્ષા હતી. ભેંસનાં દૂધ અને માખણ કરતાં ગાયનું દૂધ તથા તેમાંથી બનાવેલું માખણ વધારે સારું હોવાથી તેને વધુ પસંદ કરતા. વળી, ગાય મરી જાય પછી પણ તેનું ચામડુ,ં હાડકાં, આંતરડાં, માંસ વગેરે પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેમની આશ્રમ ગોશાળામાં તેઓ સારી નસલના સાંઢ રાખતા. ગાયો રાખવા માટેની સસ્તી અને આદર્શ પાકી કોઢ તેઓએ બનાવી [ ડિસેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


હતી. ગોશાળાની તમામ નાની નાની બાબતો પર તેઓ ધ્યાન આપતા. દરે ક નવા જન્મેલા વાછરડાને તેઓ પ્રેમથી પંપાળીને આવકાર આપતા. એક વખત એક વાછરડો અસાધ્ય રોગથી પીડાતો હતો. ગાંધીજીએ તેના જીવનનો અંત આણવાનું નક્કી કર્યું અને દાક્તર જ્યારે એ દુઃખી વાછરડાના જીવનનો અંત આણી રહ્યા હતા તે વખતે તેમણે જાતે વાછરડાનો પંજો પકડી રાખ્યો. અહિં સાના મહાન પૂજારીએ હિં સાનું આ કામ કર્યું તેની સામે ભારે ઊહાપોહ થયો. એક જ ૈને આ પાપને ગાંધીજીના લોહીથી ધોઈ નાખવાની ધમકી આપી. ગાંધીજીએ આ તોફાનનો શાંતિથી સામનો કર્યો. આશ્રમમાં ઉગાડવામાં આવતાં શાકભાજી, ફળઝાડ અને પાકને નુકસાન કરતા વાંદરાઓને મારી નાખવાનો પ્રસ્તાવ મૂકી અહિં સાના જડ પાલન કરનારાઓને તેમણે ફરી ભારે આંચકો આપ્યો. તેમણે કહ્યું, “ખેડૂત થયો એટલે, હિં સાનો બને તેટલો ઓછો ઉપયોગ કરીને, તેઓ પાકને જ ે નુકસાન કરે છે તેની સામે રક્ષણ આપે તેવો કોઈ ને કોઈ રસ્તો મારે શોધી કાઢવો જોઈએ. વાંદરાઓનો ત્રાસ હદ બહારનો થઈ ગયો. બંદૂકના ધડાકાઓથી પણ વાંદરાઓ બીતા નથી અને ધડાકો કરવામાં આવે ત્યારે માત્ર ચિચિયારીઓ કરી હોહો કરી મૂકે છે. જો બીજો કંઈ રસ્તો ન મળે તો તેમને મારી નાખવા માટેના સવાલને હં ુ ગંભીરતાથી વિચારી રહ્યો છુ .ં ” તીરથી કે બીજી કોઈ પણ રીતે આશ્રમમાં ક્યારે ય કોઈ વાંદરાને ઈજા પહોંચાડવાનું કે મારી નાખવાનું બન્યું નહોતું. ગરીબ ખેડૂતોની આવક કેવી રીતે વધારવી એ ગાંધીજીનો સતત ચિંતાનો વિષય હતો. વરસમાં ચારથી છ માસ સુધી તેમની પાસે કંઈ

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨૦]

કામ રહે તું નહોતું. તેઓ માત્ર ખેતી પર ટકી શકે તેમ નહોતું. સ્ત્રીઓને રેં ટિયો અને પુરુષોને હાથસાળ તરફ પાછાં વાળી તેમણે આ ફરજિયાતપણે કામ વગર બેસી રહે તા ત્રીસ કરોડ ખેડૂતોના સમયને કામમાં લેવાનો પ્રયત્ન ે ાં કપડાંવાળા, કર્યો. તેઓ આ અભણ, ફાટેલાંતૂટલ જ ે મળે તે ખાઈને દિવસ કાઢતા ખેડૂતોની આવક એટલી વધારવા માગતા હતા કે તેમને યોગ્ય પોષણ મળે તેટલો ખોરાક, યોગ્ય રીતે રહી શકાય તેવું ઘર, સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે જરૂરી કપડાં અને સારું શિક્ષણ મળી રહે . તેમણે પ્રતિકાર કરવા માટેની માનસિક શક્તિ પણ કેળવવી જોઈએ. કિસાન-મઝદૂર-પ્રજા રાજની હિમાયત કરતાં તેમણે કહ્યું હતું, “ખેડૂતને જ્યારે તેની દુર્દશાના કારણ વિશે પૂરેપૂરો જાગ્રત કરવામાં આવશે અને તેને આ અસહાય દશામાં લઈ જવામાં તેના નસીબનો વાંક નથી એમ તે જાણશે ત્યારે બંધારણીય અને ગેરબંધારણીય રસ્તાઓ વચ્ચેના ભેદભાવને તે દૂર કરી નાખશે. જ ે દિવસે હિં દના ખેડૂતો સ્વરાજ્ય શું છે તે સમજતા થશે તે દિવસે તેને સ્વરાજ્ય મેળવતાં કોઈ અટકાવી શકશે નહીં.” ગાંધીજીની આગેવાની હે ઠળ ખેડૂતો સવિનય કાનૂનભંગની લડતમાં જોડાયા હતા, કાયદેસર રીતે મીઠુ ં પકવવાની બંધી હોવા છતાં તેમણે મીઠુ ં પકવ્યું હતું તથા જાહે ર સભાઓમાં સ્વાતંત્ર્ય માટેની પ્રતિજ્ઞા લીધી હતી. નાકરની લડત વખતે તેમની જમીન અને જાયદાદ જપ્ત કરી લેવામાં આવી હતી. તેઓને આનાથી આર્થિક નુકસાન થયું હતું પરં તુ તેમનો નૈતિક દરજ્જો ઊંચો ગયો હતો. [જિતેન્દ્ર દેસાઈ અનુવાદિત પુસ્તક બહુરૂપી ગાંધીમાંથી]

409


સરનામાં વિનાનાં માનવીની વ્યથા-કથાઓ

મિત્તલ પટેલે લખેલું અને નવજીવને પ્રકાશિત

કરે લું પુસ્તક સરનામાં વિનાનાં માનવીઓના સાતમા પ્રકરણમાં લેખિકા એક વૃદ્ધને પૂછ ે છે : ‘કાકા, તમે પેટ પર આ કપડુ ં કેમ બાંધ્યું છે?’ નીચું માથું કરી એમણે કપડાં સામે જોયું. થોડી વાર ચૂપ રહ્યા પછી બોલ્યા, ‘ભૂખ લાગે છે એની ખબર પડે નહીં​ં ને એટલે!’ મિત્તલ વધુ પૂછ ે છે : ‘પણ ભૂખ લાગે તો ખાવાનું હોય. કપડુ ં શા માટે બાંધવાનું?’ કાકાએ કહ્યું, ‘મારી અને મારી ઘરવાળીની ઉંમર થઈ. હવે કામ થતું નથી. પણ જીવવા માટે કંઈક તો કરવું જ પડે ને? એટલે અમારા ગામમાં આવેલી બૅંકમાં કામ કરતા સાહે બની ભેંસો ચરાવવાનું કામ કરું છુ .ં ’ આ જ પ્રકરણમાં મહારાષ્ટ્રના નંદુરબારનો એક કિસ્સો નોંધ્યો છે. મિત્તલે બસસ્ટૅન્ડ પાસેનો કિસ્સો નોંધ્યો છે. અમારી બાજુ માં જ ભજિયાંવાળાની લારી હતી. ને લારીની બાજુ માં કચરાપેટી. લોકો મોજથી ભજિયાંની ઉજાણી કરતા ને કચરો

પાકું પૂંઠુૹં 5.5 ”× 8.5 ” પાનાંૹ 176 ૱ 175

410

રઘુવીર ચૌધરી કચરાપેટીમાં નાખતા. ક્યાંક કોઈનું પેટ ભરાઈ જાય તો એકલદોકલ ભજિયું કાગળ સાથે જ કચરાપેટીમાં નખાઈ જતુ.ં હં ુ આ બધું જોઈ રહી હતી ત્યાં માંડ માંડ ચાલતા એક વૃદ્ધ કચરાપેટી પાસે આવ્યા ને પેટીને ફં ફોસવા માંડ્યા. જ ે કાગળમાં એકાદ-બે ભજિયાં કે તેનો ભૂકો રહી ગયો હતો તેવા કાગળો શોધીને તેમણે તે બહાર કાઢ્યા ને એમાંથી તેમણે ભજિયાં ખાવાનું શરૂ કર્યું. ભૂખ સામે ભજિયાંનું પ્રમાણ માપનું હતુ.ં છેવટે કાકાએ જ ે કાગળમાં ભજિયાં વીંટાળ્યાં હતાં તે તેલવાળુ,ં ભજિયાંની ગંધવાળું કાગળિયું જ ખાઈ લીધુ.ં (પૃ. 50) આ મુખ્ય ઘટના છે આ પુસ્તકની. ભૂખ, ગરીબી, જીવવાની મજબૂરી, દેહવ્યાપાર પર જીવતા એક આખા ગામનો હિં મતપૂર્વક અભ્યાસ કરી ચાર પ્રકરણ લખ્યાં છે. નારીની કાયાનાં હાટડાં, કાયા વેચનારીનો ઉપહાસ, શાપિત ગામ, દેહવ્યાપારની મજબૂરી. પુસ્તકનાં આરં ભિક સાત પ્રકરણ શેરડીના ખેતમજૂ રોનાં જીવન વિશે લખાયાં છે. વાત આખા સમાજની થઈ છે. મંદિર, અન્નક્ષેત્ર, મુકાદમ, ખેતરના માલિક, પગારને બદલે હલકી જુ વારના મોંઘા ભાવ, ઠંડીમાં વેઠવી પડતી અગવડો, શેરડી ભરવા અડધી રાતે આવતા ખટારા સાથે જોતરાતા મજૂ રો, મિત્તલના ત્રણ ત્રણ દિવસના ઉપવાસ, જવાબ ટાળતા મજૂ રો અને મુકાદમ સાથે સંવાદ સાધવાની મથામણ, કામદારની પત્નીને ઉપાડી જતા બે બાઇકસવાર, પોલીસને જાણ ન કરવાનાં કારણો, વ્યાપક શોષણ, [ ડિસેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


નીતિન્યાયનો અભાવ, આ બધાંના વાસ્તવિક નિરૂપણથી સને 2004નું ચિત્ર નજર સામે ઊપસી આવે છે. ‘ચરખા’ (સંજય દવે) સંસ્થાએ આપેલી ફે લોશિપમાં મિત્તલની માનવીય દૃષ્ટિ અને નિર્ભયતા ભળે છે. આવા સઘન અભ્યાસો પછી આજ ે શેરડી-કામદારોની સ્થિતિમાં કેટલો સુધારો થયો છે? ‘કોયતા’ એ શેરડી વાઢવાના મજબૂત અને ભારે દાતરડાનું નામ છે. પણ પછી એ મજૂ રોની અટક બની જાય છે! એમને એમની અસલ અટક પાછી મળી ખરી? પછી તો ટ્રસ્ટની રચના થાય છે. માધવ રામાનુજ એના પ્રમુખ છે. પારુલ દાંડીકર, મિત્તલમૌલિક અને અન્ય ટ્રસ્ટીઓ સમાજ અને રાજ્યની મદદથી વિચરતી જાતિઓના પ્રશ્નો ઉકેલવા મથે છે. કાનજી પટેલ લુણાવાડા પાસે મેળો યોજ ે છે એમાં આ જાતિઓની મંડળીઓને બોલાવે છે. એમના વાર્તાસંગ્રહ ‘ડેરો’માં આ જાતિઓનાં કેટલાંક પાત્રોનું બળ પ્રગટે છે. શ્રી મોરારીબાપુએ કથા દ્વારા વિચરતી જાતિઓના પ્રશ્નની વ્યાપક ઓળખ ઊભી કરી. બીજી સંસ્થાઓ પણ સરનામાં વિનાનાં બાળકોનાં શિક્ષણ માટે પ્રયત્ન કરે છે. સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં કેવા કેવા પ્રકારની દરિદ્રતા છે એ આ પુસ્તક જણાવે છે. અહીં માત્ર પરોક્ષ માહિતી નથી, પ્રત્યક્ષ નિરીક્ષણ છે. મિત્તલે બી.એસસી. થઈને પત્રકારત્વનો અભ્યાસ કર્યો પણ માધ્યમોમાં કામની કદર ન થઈ. તંત્રીઓ – સપં ાદકોએ કરાવેલો અનુભવ અહીં નોંધ્યો છે. પછી ‘જનપદ’ સંસ્થાના પરિચયથી આ કામ આદર્યું. પ્રસ્તવાનામાં શ્રી માધવ રામાનુજ ે એક પ્રસંગ નોંધ્યો છે : ગોડિયા ગામની સીમમાં વરસતા વરસાદમાં લથબથ એવા ડફે રના ડંગામાં પહે લી વાર જવાનું થયું ત્યારે બાળકના રડવાના સતત

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨૦]

અવાજ વચ્ચે વાતોમાં ખલેલ પડતી હતી. એક સમય પછી રહે વાયું નહીં એટલે મેં પૂછ,્યું ‘આ બાળક આટલું રડે છે તો એને ધવડાવ ને! ભૂખ્યું થયું હશે.  ધવડાવુ?ં પણ ધાવણ આવે તો એની ભૂખ ભાગે ને? આ ફે રા હે લી થઈ. સળંગ સાત દા’ડા વરહાદ ચાલુ રિયો. આમાં જંગલી બિલાડાય બાર નિહરતા તે ઈને મારીને ખાઈએ. ચાર દા'ડાથી મેં કંઈ ખાધું નથ, અને ખાધા વના ધાવણ નો આવ, બેન! (પૃ. 9) માધવભાઈ એક મહત્ત્વની માહિતી આપે છે. ‘ભારત સરકારે પણ એક ખાસ નિગમની — ‘ડેવલપમેન્ટ વેલફે ર બોર્ડ ફૉર ડી — નોટિફાઇડ, નોમૅડિક ઍન્ડ સેમિ-નોમૅડિક કૉમ્યુનિટીઝ’ની રચના કરી છે. રાણા પ્રતાપના સૈનિકોના વારસદારો તરીકે પોતાને ઓળખાવતા સરાણિયા વિશેની કથાઓ-દંતકથાઓ પ્રચલિત છે. બજાણિયાઓ વિશે ગામેગામ જાણે. ડફે રનું નામ પડતાં ડરે . પણ ખરે ખર શું એ જાણવા આ પુસ્તક ખપ લાગે. ભરતભાઈ પટેલની તસવીરો, જયંતભાઈ મેઘાણીનું સંપાદન, વિવેકભાઈ દેસાઈનું પ્રકાશન — આ બધું મળીને શબ્દ અને કાર્યને જોડતું આ પુસ્તક નવી રચનાત્મક દિશા ઉઘાડે છે. ગુજરાતમાં ‘હરીણેશ’ જ ેવાં નામો પણ છે અને ‘જનપથ’ જ ેવી લોકસંસ્થા સાથે જોડાયેલાં છે એ પણ યાદ રહી જાય. અઠ્ઠાવીસ વત્તા બાર એમ ચાલીસ જાતિઓ વિશે ધીમે ધીમે અભ્યાસ થાય, એમનાં બાળકો ભણીને પોતાના પ્રશ્નો ઉકેલે એ હવે શક્ય લાગે છે. મિત્તલ અને નવજીવનને અભિનંદન. [‘દિવ્ય ભાસ્કર’—૧૩ સપ્ટે. ૨૦૨૦ માંથી]

411


સાબરમતી જેલના જેલયાત્રીઓને ગાંધીવિચાર થકી નવજીવન મણિલાલ એમ. પટેલ

ગાંધીજી સદેહે આપણી વચ્ચે જીવિત હોત તો તેમની ૭૫ વર્ષની જ ૈફ વય હતી. જ ેલયાત્રા ૧૫૧ વર્ષના દીર્ઘાયુષી હોત. તેમનું આકસ્મિક અવસાન ન થયું હોત તો તેમનું સ્વાસ્થ્ય એવું નિયમિત ને નિયમપાલક હતું કે પોતાની ઇચ્છાનુસાર ૧૨૫ વર્ષ જીવ્યા પણ હોત. ગાંધી ભલે સદેહે આપણી વચ્ચે નથી પણ અક્ષરદેહે, વિચારદેહે ને કર્મદેહે તે વિશ્વ સમક્ષ આજ ેય પ્રસ્તુત છે. આમ તો ગાંધીજી પોતાનો જન્મદિન ઊજવતા નહીં પણ ‘રેં ટિયા બારશ’ તરીકે દેશી તિથિ મુજબ રેં ટિયા ને ખાદીની રોજીની પ્રવૃત્તિ થકી સ્વદેશી, સ્વાવલંબન ને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન તથા ઉત્તેજન આપવા તેમણે જન્મદિન મનાવવાની સ્વીકૃ તિ આપેલી. પણ હવે તે ભુલાઈને સરકારી બીજી ઑક્ટોબર તેમની જન્મજયંતી બની ગઈ છે. 2020માં ગાંધીજયંતીના દિને અમદાવાદની સાબરમતી જ ેલના બસોથી વધુ કેદીઓએ ગાંધીજીના પુસ્તક ‘મારા સ્વપ્નનું ભારત’ના આધારે જ ેલમાં ગાંધી પરીક્ષા આપી હતી. દક્ષિણ આફ્રિકાની લડતથી આરં ભીને આઝાદીની લડત સુધી ગાંધીજીનો જ ેલ સાથે અતૂટ નાતો રહ્યો છે. તેઓ જીવનમાં અગિયાર વાર જ ેલમાં ગયા હતા. તેમને થયેલી સજા પૂરેપૂરી ભોગવી હોત તો તેમની જિંદગીનાં અગિયાર વર્ષ તો જ ેલમાં ગયાં હોત, છતાં જ ેલમાં કુ લ છ વર્ષ ને દસ મહિના જ ેટલું તેઓ રહ્યા. દક્ષિણ આફ્રિકામાં ૩૯ વર્ષની વયે તેઓ પ્રથમ વાર જ ેલમાં ગયા હતા અને છેલ્લી વાર જ ેલમાંથી બહાર આવ્યા ત્યારે 412

ગાંધીનાં ચિંતન, મનન, વાંચન, શાંતિ, લેખન તથા બૌદ્ધિક ખિલવણી ને કેળવણીનો સમય હતો તેમ તેઓ માનતા હતા. એક કેદી પાસેથી જ ેલમાં ૬૫ વર્ષની વયે તેઓ ‘આકાશદર્શન’નો પાઠ શીખ્યા હતા. જ ેલના નિયમોનું શિસ્તપૂર્વક કડક પાલન કરતા હતા. ગાંધીજી કેદી કે બંદી શબ્દ પસંદ કરતા ન હતા. તેમને મન ‘જ ેલયાત્રી’ શબ્દ હતો. ક્ષણિક ઘેલછા, આવેગ કે સાચા માર્ગદર્શનના અભાવે ગુના થાય છે ને જ ેલ એ ગુના કરનાર માટે ‘સુધારણાની સંસ્થા’ છે તેવું ગાંધીજી દૃઢપણે માનતા. જ ેલના કેદીઓ આત્મનિર્ભર બને તેવી હુન્નરશાળામાં ફે રવીને ઉત્પાદક શ્રમ થકી જ ેલ સ્વાવલંબી બને તેવા તેમના ખ્યાલો હતા. ગાંધીનું જીવન જ તેમનો સંદેશ હતો. ગાંધીને લેશમાત્ર અપનાવ્યા ન હોય તેવા નેતાઓ સૂતરની આંટીનું હાર્દ સમજ્યા વિના ગાંધીની પ્રતિમાઓને આંટીઓથી ઢાંકી દે છે. ત્યારે સાબરમતી જ ેલના આઠસોથી વધુ કેદીઓએ ૨૦૧૭થી ૨૦૨૦ સુધીમાં ગાંધીજીનાં વિવિધ પુસ્તકો વાંચીને ગાંધી પરીક્ષા જ ેલમાં આપી તે એક પ્રેરણાદાયી ઘટના છે. ગાંધી૧૫૦ ને ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટની શતાબ્દી નિમિત્તે નવજીવને જ ેલ સુધારણા અભિયાન થકી કેદીઓને નવજીવન બક્ષવાના અનેક કાર્યક્રમો છેલ્લાં પાંચ વર્ષમાં જ ેલમાં શરૂ કર્યા છે. ૨૦૧૬માં ગાંધીજીની [ ડિસેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


આત્મકથા, ૨૦૧૭માં સંક્ષિપ્ત આત્મકથા, ૨૦૧૮માં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, ૨૦૧૯માં હિં દ સ્વરાજ જ ેવાં કેટલાંક સમજવા અઘરાં પુસ્તકોનો અભ્યાસ કરીને પણ કેદીઓ પરીક્ષા આપતા આવ્યા છે ને ગાંધી જન્મજયંતીના દિને ‘મારા સ્વપ્નનું ભારત’ને આધારે ગાંધી પરીક્ષા આપી. નવાઈની વાત તો એ છે કે બૉમ્બ બ્લાસ્ટ જ ેવા ગંભીર ગુનાના આરોપીઓ પણ પરીક્ષાઓ આપે છે ને એક આરોપી તો છેલ્લાં પાંચ વર્ષથી પ્રથમ નંબરે આવે છે અને વળી અંગ્રેજીમાં પરીક્ષા આપે છે. ગુજરાતી, હિન્દી ને અંગ્રેજી ત્રણ ભાષામાં પરીક્ષા લેવાય છે. આ વર્ષે કાચા ને પાકા કામના મળીને ૨૧૦થી વધુ કેદીઓએ પરીક્ષા આપી. પ્રથમ ત્રણને અનુક્રમે પંદર હજાર, દસ હજાર ને પાંચ હજારનો પુરસ્કાર અને ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવે છે. મહિલા-કેદીઓ પણ પરીક્ષા આપે છે. ગાંધી ઇચ્છતા તેવા જીવનસુધારણા ને જીવનપરિવર્તનના અભિયાનનો ગાંધી પરીક્ષા એક ભાગ છે. નવજીવન છેલ્લાં બે વર્ષથી સાબરમતી જ ેલમાં પત્રકારત્વ ને પ્રૂફરીડિંગનો અભ્યાસક્રમ કેદીઓના લાભાર્થે ચલાવે છે. ૪૫ કેદીઓએ તેનો લાભ લીધો છે. જ ેમાંથી મિલન ઠક્કર નામના અણસમજને કારણે ગુનાસર જ ેલવાસ વેઠનાર યુવકને આ અભ્યાસ બાદ નવજીવન પ્રેસમાં કામ પણ આપવામાં આવ્યું છે. એવી જ રીતે સજા ભોગવીને છૂટેલા એક કેદીને સફાઈ કામદારની નોકરી પણ નવજીવને આપી છે. કોરોનાના કારણે આ વર્ષે આ અભ્યાસક્રમ જ ેલમાં ‘ઑનલાઇન’ ચાલશે. આમ જ ેલમાં

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨૦]

વ્યવસાયિક સજ્જતા પ્રાપ્ત કરીને કેદીઓને સ્વાવલંબી બનાવવાનું ગાંધીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ગાંધી૧૫૦ ના વર્ષમાં છેલ્લા એક વર્ષથી નવજીવનના પટાંગણમાં કેદીઓ દર શુક્ર, શનિ ને રવિ એમ ત્રણ દિવસ સાંજ ે છથી આઠ દરમિયાન ભજનોની રમઝટ બોલાવતા ને ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ અર્પતા હતા ને કર્મ કાફે ની ગાંધીથાળી જમીને જ ેલમાં પરત જતા હતા. નવજીવન તેમને મહિને પુરસ્કાર પણ આપતું હતું. ૨૦૧૬માં કેદીઓનાં ૩૧ જ ેટલાં ચિત્રોનું પ્રદર્શન પણ નવજીવનમાં યોજવામાં આવ્યું હતું અને તેના વેચાણની રકમ જ ેલના કેદી વેલ્ફેર ફં ડમાં મોકલી આપવામાં આવી હતી. કેદીઓ આત્મનિર્ભર થઈ શકે તે માટે નવજીવન દ્વારા સદ્‌વિચાર પરિવારના સહયોગથી મેડિકલ મદદનીશની તાલીમનો અભ્યાસક્રમ શરૂ કરાયો છે જ ેનો પ્રથમ વર્ષમાં ૩૪ જણાએ લાભ લીધો તેમાંથી ત્રણને તો નોકરી પણ મળી ગઈ છે. કેદીઓ દ્વારા ગણેશોત્સવ સમયે બનાવાયેલી ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનાં વેચાણનું કામ પણ નવજીવન કરે છે અને તે રકમ કેદીઓના કલ્યાણમાં આપી દેવાય છે. જ ેલમાંથી છૂટ્યા પછી નરે ન્દ્રસિંહ રાઠોડ નામના એક કેદીએ જ ેલની ગાંધી ખોલી સામેની દીવાલો પર અન્ય વિદ્યાર્થીઓની મદદથી સુંદર રં ગીન ભીંતચિત્રો દોરીને ગાંધી ખોલીની શોભા ને મહત્તા વધારવાનું કાર્ય કર્યું છે. તેને પણ નવજીવન દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યો હતો. જ ેલની મહિલા-કેદીઓ આત્મનિર્ભર ને સ્વાવલંબી બની શકે તે માટે નવજીવન તથા કર્મા ફાઉન્ડેશનના સહયોગથી 413


તેમને સૅનિટરી નૅપ્કિન બનાવવાનું મશીન ભેટ આપવામાં આવ્યું છે. મશીન પર આઠ કલાક કામ કરીને કેદી બહે નો દિવસના બસો રૂપિયા જ ેટલી કમાણી કરી શકે છે. કેદીઓ પોતાના મનોવિશ્વને વાચા આપી શકે તે માટે અને તેમની સર્જકતાની અભિવ્યક્તિ માટે નવજીવનના સહયોગથી ‘સાદ’ નામનું સામયિક પણ શરૂ કરાયું છે. જ ેના ત્રણ અંકોમાં કેદીઓની જ ેલયાત્રાના ગદ્ય-પદ્ય અનુભવો અને તેમની સર્જનશક્તિનો સાદ સંભળાય છે. કેદીઓની સંવેદનાસભર કવિતાઓ આંખોને ભીની બનાવે તેવી હોય છે. લખાણ મોકલનારને પુરસ્કાર પણ અપાય છે. ગાંધી વિશેનાં ટનબંધ ભાષણો કરતાં તેમના વિચારોનો અધોળ યા રતિભાર અમલ જ મહત્ત્વનો છે. કૉલેજકાળમાં હં ુ મોરારજી દેસાઈના હસ્તાક્ષર લેવા ગયેલો. ત્યારે તેમણે ે ું કે, ખાદી પહે રો છો ? મેં કહ્યું મને પૂછલ કે, ખાદી પહે રનારને લોકો ચોર કહે છે ! મોરારજીએ મને રોકડુ ં પરખાવેલું કે, ખાદી પહે રનારા ચોર નથી, ચોરોએ ખાદી પહે રવાનું શરૂ કર્યું છે ! ખાદી પહે રનાર ગાંધી વિચારનો ઉપાસક હોય તેવું નથી. ગાંધીના વિચારોને જીવનમાં અમલમાં મૂકનાર ખાદી ન પહે રતો હોય તોપણ સાચો ગાંધીવાદી છે. ગાંધીજીનો અક્ષરદેહના અંગ્રેજીના ૧૦૦ ને ગુજરાતીના ૮૨ ગ્રંથો, મહાદેવભાઈની ૨૩ ડાયરીઓ ને દેશની ૧૭ તથા વિશ્વની ૩૦ ભાષાઓમાં પ્રસિદ્ધ થયેલી તેમની આત્મકથાના વાચન કરતાંય તેમનાં ગમતાં

કામ કરવાં તે જ તેમનું સાચું સ્મારક ને સાચી અંજલિ છે. ૩-૩-૧૯૪૦ના ‘હરિજનબંધુ’માં ગાંધીજીએ લખ્યું હતું કે, “ગાંધીવાદ જ ેવી કોઈ વસ્તુ છે જ નહીં અને મારી પાછળ મારે કોઈ સંપ્રદાય મૂકીને જવો નથી. મરણ પછી મને ખબર પડી શકતી હોય અને પડે કે જ ે જ ે કંઈ જિંદગીમાં મેં આરાધ્યું હતું તે માત્ર સંપ્રદાય બનીને રહ્યું છે તો મને ઊંડી વેદના થાય.” ગાંધી જડ પણ ન હતા. ૩૦-૪-૧૯૩૩ના ‘હરિજનબંધુ’માં ગાંધીજી લખે છે કે, સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે અને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છુ .ં કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જ ેવું જણાય છે ત્યારે બે લખાણોમાંથી પાછલાને પ્રમાણભૂત માને. ગાંધીએ એક ચાવી આપેલી કે, જ્યારે તમારા મનમાં કોઈ કામ કરવા કે ન કરવા અંગે સંશય થાય ત્યારે તમે જોયેલા સૌથી ગરીબ ને દુર્બળ માણસના ચહે રાને યાદ કરજો અને તમે જ ે પગલું ભરવાના છો એનાથી તેનો કશો અર્થ સરશે યા તેને કશો લાભ થશે—એ સવાલ તમારી જાતને પૂછજો. જ ેલમાંથી છૂટ્યા પછી કેદી માટે કામ મેળવવાનું, કુંવારા હોય તો કન્યા મેળવવાનું ને સંતાનો હોય તો તેમને પરણાવવાનું કામ કપરું હોય છે, ત્યારે તેમના નવજીવન માટેનું નવજીવનનું અભિયાન સાચી દિશાનું કદમ છે.

[૧ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ સંદેશમાં પ્રકાશિત] 

414

[ ડિસેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ઓતરાતી દીવાલો : જેલનિવાસ દરમિયાન કાકાસાહે બના પ્રકૃ તિપ્રેમનો દસ્તાવેજ

અનિલ ચાવડા

કોઈ માણસને ગુજરાતી વાચનમાં રસ હોય રહીને પ્રકૃ તિની જીવનલીલાનું જ ે દર્શન કર્યું અને એ કાકાસાહે બ કાલેલકરને ન ઓળખતો હોય તેવું સંભવ નથી. માતૃભાષા મરાઠી હોવા છતાં ગુજરાતીમાં તેમણે સુંદર-સરળસચોટ લેખન કર્યું છે; એટલે જ ગાંધીજીએ તેમને ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ આપ્યું છે. આ સવાયા ગુજરાતી કાકાસાહે બે અનેક ઉત્તમ પુસ્તકો આપીને ગુજરાતી ભાષાને રળિયાત કરી છે. જીવનનો આનંદ હોય કે રખડવાનો આનંદ; હિમાલયનો પ્રવાસ હોય કે બ્રહ્મદેશનો પ્રવાસ, જીવનસંસ્કૃ તિ હોય કે જીવતા તહે વારો — દરે ક પુસ્તકમાં તેમના આગવા લેખનની સુગંધ તમને અનુભવાશે. તેમનાં લખાણો પુરાણ, ધર્મ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા સમાન છે. કાકાસાહે બના આ માતબર ગુજરાતી સાહિત્યસંગ્રહમાં એક અમૂલ્ય પુસ્તકનો સમાવેશ થાય છે અને તે છે ઓતરાતી દીવાલો. આ પુસ્તકમાં કાકાસાહે બે જ ેલમાં

પાકું પૂંઠુૹં 5.5 ”× 8.5 ” પાનાંૹ 72 ૱ 50

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨૦]

તેનું રસપ્રદ અવલોકન છે. સાબરમતી આશ્રમથી ઉત્તર તરફ સાબરમતી જ ેલની દીવાલો અને દક્ષિણ તરફ દૂધેશ્વરનું સ્મશાન દેખાતું. સામી બાજુ શાહીબાગથી માંડીને એલિસબ્રિજ સુધી પથરાયેલાં અમદાવાદની મિલોનાં ભૂંગળાં જોઈ શકાતાં. કાકાસાહે બ અલગારી જીવ. વખત મળે એટલે અલગારી રખડપટ્ટી કરવા નીકળી પડે. પણ પેલી ઓતરાતી દીવાલોની અંદર શું છે એનો જવાબ એમને ન મળ્યો. જોકે સરકારની કૃ પા થઈ ત્યારે તેમને એ સવાલનો જવાબ મળ્યો. સ્વતંત્રતાની લડતના ભાગ રૂપે તેમને જ ેલમાં જવાનું બન્યું. આશ્રમથી દેખાતી આ ઓતરાતી દીવાલોની અંદર શું છે તે નજરે જોવાનું તથા અનુભવવાનું પણ થયું. જોકે પહે લાં જરા એવો વિચાર આવે કે અલગારી રખડપટ્ટી અને પ્રકૃ તિના ખોળે આનંદ લેતાં કાકાસાહે બને જ્યારે ચાર દીવાલોની વચ્ચે રહે વાનું થાય ત્યારે તેમનો જીવ મૂંઝાય જ. પણ ઓતરાતી દીવાલોનાં પાનાં ફરે એટલે કાકાસાહે બે અહીં શોધેલા અખૂટ આનંદનો ખજાનો વાચકની આંખ સામે છતો થઈ ઊઠે. જ ેલમાં પડતાં નાનાં-મોટાં કષ્ટો સાથે પશુપંખી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ, ઝાકળ અને ધૂમસ સાથેના અનુભવોને તેમણે મજાથી આલેખ્યા છે. જ ેલમાં પણ તેમણે કુ દરત સાથે નાતો જોડી લીધો. જ ેલના આકરા સમયને પ્રકૃ તિ સાથે જોડીને તેમણે 415


રમણીય બનાવી દીધો. માણસ ધારે તો કાળકોટડીમાં પણ આનંદ શોધી શકે છે. સાબરમતી જ ેલવાસ દરમિયાન પશુપંખી અને વનસ્પતિસૃષ્ટિનાં વિશિષ્ટ સંવેદનો આલેખતું કાકાસાહે બ કાલેલકરનું આ પુસ્તક વાચકોને એક જુ દા જ પ્રકારનો અનુભવ કરાવે છે. આ પુસ્તકમાં એક કુ દરતઘેલા લેખકની ચાર દીવાલો વચ્ચેની આનંદયાત્રા છે. બંધિયાર જ ેલજીવનમાં પણ લેખકે કીડીઓ, ખિસકોલીઓ, કાગડાઓ, બિલાડીઓ, વાંદરાઓ, વંદાઓ, કાનખજૂ રા જ ેવા જીવલોક સાથે દોસ્તી બાંધી લીધી છે. તેમનું જીવન પણ એક રીતે માણસ જ ેવું જ છે. આ બધા જ જીવોની નીતિ-રીતિ, જીવવાની ઢબ, સંઘર્ષ વગેરે દ્વારા માણસના સ્વભાવની પણ એક ઝાંખી થાય છે. દીવાલોમાંથી મળતી આકાશ અને તારાનક્ષત્રની ઝલકો માત્ર લેખકના જ નહીં, વાચકના મનમાં પણ કુ તૂહલ જગાડે છે. કારાવાસનો સમયગાળો આ આનંદશોધક જીવનમરમી કેવી અનોખી રીતે કંટાળામાંથી આહ્લાદકતામાં ફે રવી નાખે છે તે આ પુસ્તકનાં લખાણોમાં જોવા મળે છે. ઓતરાતી દીવાલોની સૃષ્ટિમાંથી પસાર થતાં આપણને વાચક તરીકે એમ લાગે છે કે કાકાસાહે બે કારાવાસની બધી જ દીવાલો કુ દાવીને પોતાના મનને અને કલ્પનાને પંખીની જ ેમ અવકાશમાં મોકળાશથી વિહરતી કરી દીધી છે. તેમની રમૂજીવૃત્તિ તથા વિનોદવૃત્તિ પણ એમાં ઘણો મોટો ભાગ ભજવે છે. આ પુસ્તક વિશે કાકાસાહે બ લખે છે કે : આ લખાણમાં ઉપદેશ નથી, પ્રચાર નથી, ડહાપણ નથી, વિદ્વત્તા નથી; કેવળ અનુભવની, સુખદુઃખની અને કલ્પનાની 416

આપલે છે. અને વિશેષ તો ખુશમિજાજી છે. ખરે ખર, દુનિયા મારાથી અકળાઈ હોય તો ભલે, પણ હં ુ દુનિયાથી અકળાયો નથી. દુનિયા ભલી છે, દુનિયાએ મને પ્રસન્ન રાખ્યો છે; મારું ભલું જ કર્યું છે; અને મને જીવવા પૂરતો અવકાશ આપ્યો છે. જ ેલમાં જ્યાં ગેરસમજ, ગેરઇન્સાફ અને હે રાનગત જ હોય છે ત્યાં પણ મારી દુનિયા મને પ્રિય જ લાગી છે. કાકાસાહે બ જ ેલમાં બાર બાર કલાક ઓરડીમાં પુરાઈ રહ્યા પછી પણ રૂંધાવાને બદલે દૂધ જ ેવા ચાંદરણા સાથે રમત માંડ ે છે. આકાશમાં અગત્સ્યના તારાને ખોજ ે છે… જ ેલમાં તેમની બદલી ફાંસીખોલીમાં થઈ. ફાંસીખોલી એટલે ફાંસીની સજાવાળા કેદીઓને રાખવાની ઓરડી. આ ઓરડીમાં આવીને પણ કાકાસાહે બ બિલાડીઓ સાથે દોસ્તી કરી લે છે. જ ેલમાં તેમને મળતાં કાચાંપાકાં ભોજનમાંથી પણ તે આ જીવો માટે ખોરાક બચાવે છે. જ ેલની દયાવિહીન કઠોરતામાં પણ તેઓ પોતાની લાગણીને જીવંત રાખી શક્યા છે. જ ેલની ખોલી સામેના લીમડાને નવાં પાન ફૂટ ે તો કાકાસાહે બ તે આનંદને પણ વર્ણવે છે. લીમડાના કડવા ફૂલની મીઠી સુગંધ માણી તે રાજી થાય છે. અને બધા સાથે મળીને કહે છે, ‘સરકારને શી ખબર કે અમે આટલો આનંદ લૂંટી રહ્યા છીએ!’ પરં તુ આ આનંદમાં ગંદકી કરતાં કબૂતરો પર સાહે બો ફાયરિં ગ કરે ત્યારે તેમનો જીવ કકળી ઊઠે છે. તેમનું હૃદય દ્રવી ઊઠે છે. એક રાત્રે ખિસકોલીની એક કારમી ચીસ સંભળાઈ. થોડી વારમાં બિલાડીનો વિશિષ્ટ આનંદોદ્ગાર સંભળાયો. ખિસકોલી બિલાડીના [ ડિસેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


પેટમાં જઈ કાયમની સૂતી. એટલું જાણ્યા પછી કાકાસાહે બને ઊંઘ ન આવી. સાંજ ે થાકીપાકી પોતાના માળામાં સૂઈ ગઈ ત્યારે ખિસકોલીને શી ખબર કે આ તેની આખરની નિદ્રા છે? પણ ભૂખી બિલાડીને કેટલો આનંદ થયો હશે! રોજ રોજ કંઈ તેને આવી ઉજાણી ઓછી જ મળતી હશે? બિલાડીએ વિધાતાને અનેક આશીર્વાદ આપ્યા હશે! ત્યારબાદ જ ે થયું તે કાકાસાહે બના શબ્દોમાં : બિલાડીએ ખિસકોલીનો શિકાર કર્યો તે જ અરસામાં એક જુ વાન કેદી ફાંસીએ ચડ્યો. તે દિવસે મને ખાવાનું ભાવ્યું નહીં. હિં સા એ શી વસ્તુ છે? સ્ટવબત્તીથી આપણે માકણ મારીએ છીએ, બિલાડી ખિસકોલીને મારી ખાય છે, અને ન્યાયદેવતા એક જુ વાન ગુનગ ે ારનો બળિ લે છે! આનો અર્થ શો? શું સમાજને આ જુ વાનનો બીજો કશો આથી ચડિયાતો ઉપયોગ સૂઝ્યો નહીં? મૅજિસ્ટ્રેટ, જજ, દાક્તર, સુપરિન્ટેન્ડેન્ટ, જ ેલર, ડેપ્યુટી જ ેલર બધા ભેગા થયા. લાંચ ન મળે ત્યારે વીસ રૂપિયાની અંદર જ ગુજરાન ચલાવનાર દસ-બાર પોલીસો ભેગા થયા. એક જણે કાગળ વાંચી સંભળાવ્યો, બીજાએ ઈશ્વરનું નામ લીધુ,ં અને બધાએ મળીને પછવાડિયે બાંધલ ે ા એક અસહાય તરુણનું ખૂન કર્યું. જ ેલનો મોટો ઘંટ વાગ્યો અને દુનિયામાંથી એક માણસ ઓછો થયો. જ ેલના ઘંટ ે શું કહ્યું? તેણે માણસની બુદ્ધિનું પોગળ જાહે ર કર્યું. તેણે કહ્યું, ‘મનુષ્યજાતિએ બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે, મરી જનાર માણસનું શું કરવું એ સમાજને સૂઝ્યું નહીં એટલા જ માટે

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨૦]

આટલા લોકોએ ભેગા થઈને એક માણસને આ દુનિયામાંથી વિદાય આપી અને તેના સરજનહારને બેવકૂ ફ ઠરાવ્યો!’ આજ ે સુપરિન્ટેન્ડેન્ટ જ્યારે આવશે ત્યારે શરમથી ઝંખવાણો પડેલો હશે એમ મેં ધારે લ.ું પણ તેને કંઈ એ પહે લો જ પ્રસંગ ન હતો. આપણે મોટેભાગે પ્રાણીસંગ્રહાલયોમાં વિવિધ પશુ-પંખીઓ-પ્રાણીઓને પાંજરામાં પુરાયેલાં જોયાં છે; તેમનું વર્ણન બહારના લેબલ પર વાંચી સંતોષ પણ વ્યક્ત કર્યો છે. પણ કાકાસાહે બને આનાથી ઊંધો અનુભવ થયો. તે જ ેલની કોટડીમાં પુરાયેલા હતા ત્યારે એક ઘોઘર બિલાડો બહારથી તેમને જોઈ રહ્યો. તેમને તપાસી ‘ગુર્ ર્ ર્’ ‘મ્યાઉં’ કરી એણે પોતાનો સંતોષ જાહે ર કર્યો! આ બધું જોઈ કાકાસાહે બે લખ્યું, બિલાડીઓનું કોમી છાપું ચાલતું હોત તો પેલો ઘોઘર આ પ્રસંગ પર જરૂર એક લાંબો વર્ણનાત્મક લેખ લખત. કાગડાઓના માળાની ગૂંથણી, સમડીઓ અને કાગડાઓ વચ્ચે થતું મહાભારત યુદ્ધ, ખિસકોલીના માળામાંથી છુ ટ્ટું પડેલું બચ્ચું અને તેના ફરી માળામાં પાછુ ં પહોંચાડવાની જહે મત, ઝાડ પર કૂ દાકૂ દ કરતા વાંદરાનાં ટોળાં, તેમને નવડાવવા અને ખાવાનું આપવા માટે થતી રમતો આ બધું કાકાસાહે બે એટલું સરસ રીતે લખ્યું છે કે તે માત્ર પ્રસંગ ન બની રહે તા જીવનનો બોધપાઠ પણ બની જાય છે. તેમની વિશિષ્ટ લેખનશૈલીને લીધે તે માત્ર એક અનુભવ ન રહે તાં નવલકથાના પ્રકરણ જ ેટલો રસપ્રદ બને છે. એક દિવસ ખેરલ નામના એક સિંધી ભાઈએ એક વાંદરાને લલચાવી બરાકમાં પૂરી દીધો અને પછી માટીનાં ઢેફાં તેના પર ફેં કવા 417


લાગ્યા. કાકાસાહે બે ખેરલને કહ્યું, ‘છોડ દો બિચારે કો. ગરીબ કો ક્યોં સતાતે હો?’ ખેરલ કહે , ‘યે તો હમારે દુશ્મન હૈં . ઉનકો મારના ચાહિયે.’ કાકાસાહે બે પૂછ્યું, ‘બિચારે બંદર તુમારે દુશ્મન કહાં સે બન ગયે?’ આનો તેમને જ ે જવાબ મળ્યો તેમાં તો માણસજાતની તર્કશક્તિની સીમા જ હતી. ખેરલે કહ્યું, ‘અંગ્રેજ હમારે દુશ્મન હૈં , હમ અંગ્રેજો કો બંદર કહતે હૈં , ઇસલિયે બંદર હમારે દુશ્મન હૈં ! ઉનકો જરૂર મારના ચાહિયે!’ આ તર્કશાસ્ત્ર આગળ તો કાકાસાહે બ આભા જ બની ગયા. તેમણે કહ્યું, ‘તુમ અંગ્રેજ કો બંદર કહતે હો ઇસમેં બંદરોં કા ગુનાહ ક્યા હૈ ? ક્યા વે તુમારે પર રાજ કરતે હૈં ? ક્યા બંદરોં ને ખિલાફત સે દુશ્મની કી હૈ ? ક્યા બંદર ઇસ દેશ કો લૂટ રહે હૈં ?’ ખેરલ કહે , ‘લેકિન યે બંદર તો હૈં ના? બસ ઇસી લિયે યે હમારે દુશ્મન હૈં , જ ૈસે અંગ્રેજ વૈસે યે?’ આવા નાના-મોટા અનેક પ્રસંગો વચ્ચે વાચક પણ કાકાસાહે બની સાથે જ ેલનો અંતેવાસી હોય તેમ તેને લાગવા માંડ ે છે. લીમડાનું ઝાડ હોય કે અરીઠાનું, વાંદરા હોય કે બિલાડા, ઉંદર હોય કે ખિસકોલી, કીડી-

મંકોડા હોય કે ગરોળી, કાગડા હોય કે સમડી, વરસતો વરસાદ હોય કે તાપ બધામાં કાકાસાહે બને કુ દરતની વિશિષ્ટ લીલાનાં દર્શન થયા કરે છે. અને આ દર્શન વાચક પણ પોતાની આંખે કરે છે. વાચક પણ અગવડ ભૂલીને પ્રકૃ તિના આનંદમાં ખોવાઈ જાય છે. આ આનંદ ક્યારે ક તોફાની વાંદરાઓમાંથી મળે છે તો ક્યારે ક દોડતી ખિસકોલીઓમાંથી, ક્યારે ક મંકોડાના ઊતરી આવેલા કટકમાંથી તો ક્યારે ક કબૂતરની ઊડાઊડમાંથી. ક્યારે ક બિલાડીના પ્રાકૃ તિક સ્વભાવમાંથી તો ક્યારે ક ખિસકોલીની રમતમાંથી. અહીં પશુ-પંખીઓમાં રહે લી માનવતા અને માનવીઓમાં રહે લી પાશવતાનાં પણ દર્શન થાય છે. જ ેલમાં પીડા છે, અગવડ છે, પરં તુ તેની કોઈ ફરિયાદ વિના તે આ પ્રકૃ તિની નાની નાની વાતોમાં મોટો આનંદ લઈ લે છે. જ ે માણસ નાની વાતોમાંથી પણ મોટુ ં સુખ શોધી શકે તેને કોઈ દુઃખી કરી શકે નહીં. કાકાસાહે બનું આ પુસ્તક વાંચીને વાચક પણ સૂક્ષ્મ વસ્તુમાંથી વિશાળ આનંદ મેળવવાની છૂપી ચાવી મેળવે તો નવાઈ નહીં. anilchavda2010@gmail.com

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા જાન્યુઆરી, ૨૦૨૧ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી

418

સુશ્રી ભારતીબહે ન દી. ભટ્ટ, હિસાબ વિભાગ, • જ. તા. ૦૩-૦૧-૧૯૬૦ સોમનાથભાઈ ર. જોષી, બાઈન્ડિંગ વિભાગ, • ૧૮-૦૧-૬૦ અશોકભાઈ ર. દાતણિયા, બાઈન્ડિગ વિભાગ, • ૨૭-૦૧-૫૯ રાજ ેન્દ્રભાઈ રા. મૌર્ય, બાઈન્ડિગ કાર્યાલય, • ૨૫-૦૧-૬૬ શંકરજી દો. ઠાકોર, બાઈન્ડિગ વિભાગ, • ૨૮-૦૧-૬૫ શશિકાંતભાઈ ભા. ભાવસાર, ઑફસેટ વિભાગ, • ૩૦-૦૧-૫૯

[ ડિસેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ આ મહિનાના અંતે નાગપુરમાં થયેલા ખુલ્લા અધિવેશનમાં મહાસભાના ઠરાવ વિશે ચર્ચા થઈ હતી. દે સ્પષ્ટ કરતાં ગાંધીજીએ આગામી સમયમાં કૉંગ્રેસની રાષ્ટ્રીય લડત માટે એક આ ઠરાવનો ઉદ્શ નવું ધ્યેય સ્વીકાર્યું હતુ.ં આ વિશે વક્તવ્યમાં તેઓ કહે છે : “બ્રિટિશ સરકાર ખિલાફતના પ્રશ્નનો સંતોષકારક નિવેડો ન આણે કે પંજાબના અત્યાચારોમાં ન્યાપ તો બાજુ એ રહ્યો પણ પોતાની ભૂલ સુધ્ધાં કબૂલ ન કરે તોપણ તેવી સરકારના કાયદાને માન આપવુ.ં જો આપણે મહાસભામાં રહે વું હોય તો આપણાથી સલ્તનતને મિટાવી ન શકાય, એવો આજ સુધીનો બંધારણનો અર્થ હતો. આટલો ઘોર અન્યાય સલ્તનત કરે અને તેને દુરસ્ત ન કરે તોય તેને બરદાસ્ત કરી લેવાનું હિં દથ ુ ી કે મુસલમાનથી હવે બની શકે તેમ નથી. તેથી આ ઠરાવથી આપણે એકરાર કરીએ છીએ કે આપણે સ્વરાજ જોઈએ છે. સ્વરાજ લઈને જ આપણે પંજાબ અને ખિલાફતના અત્યાચારનો ઇન્સાફ મેળવી શકીશુ.ં ” અસહકાર આંદોલનમાં એક ડગલું આગળ વધીને ગાંધીજીએ આ ધ્યેય પ્રજા સમક્ષ મૂક્યું હતુ.ં આ ધ્યેયનો અર્થ સ્પષ્ટ આ જ વક્તવ્યમાં ગાંધીજીએ કરી આપ્યો છે : “સ્વરાજ બને તેટલું વહે લું મળે, આજ ે મળતું હોય તો આજ ે જ લેવું જોઈએ…”   આ ગાળામાં કવિ અને સાહિત્યકાર નરસિંહરાવ એક પત્રમાં ગાંધીજી વિશે લખે છે કે, તેઓની સાત્ત્વિક અને ધાર્મિક ભાવના સન ૧૯૧૫માં જોઈ હતી, તે આજ ે નથી. અને તેઓ રાજકીય સમુદ્રમાં પડી ગોથાં ખાય છે અને તેમને આજ ે મોહ ઊપજ્યો છે. ગાંધીજીએ આનો સવિસ્તર ઉત્તર नवजीवनમાં આપ્યો છે. તેઓ લખે છે : “મને ધાસ્તી છે કે મારા આગલા જીવનથી નરસિંહરાવજી અપરિચિત છે. મેં મારું બધું જીવન રાજકીય પ્રવૃત્તિમાં જ વ્યતીત કર્યું છે. મેં ધાર્મિક પ્રવૃત્તિને રાજકીયથી ભિન્ન નથી ગણી. રાજકીય પ્રવૃત્તિમાં ધર્મવૃત્તિ દાખલ કરવાનો ગોખલેનો મંત્ર મેં હં મશ ે ાં માન્યો છે અને તેનો યથાશક્તિ અમલ કર્યો છે.”   આ સિવાય અસહકારની પ્રવૃત્તિનો વેગ આ માસમાં જ જોવા મળે છે. ઠેરઠેર થયેલી સભામાં તે વિશે જાગ્રતતા આણવાનો ગાંધીજીનો પ્રયાસ દેખાય છે. પત્ર, વક્તવ્ય, મુલાકાત અન્ય લેખનનો ક્રમ હં મશ ે મુજબ ચાલી રહ્યો છે.

૧૯૨૦ ડિસેમ્બર

અલાહાબાદ : વિદ્યાર્થીઓ સાથે ચર્ચા.  ટિળક વિદ્યાલય ખુલ્લું મૂક્યું.  પટણા : ઉતારો : મઝહર-ઉલ-હકને ત્યાં. ફુલવારી.  પટણા : મઝહરઉલ-હકના ઘેર, હસન ઇમામ મળવા આવ્યા. પટણા : વિદ્યાર્થીઓની સભા,

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨૦]

સ્થળ મઝહર-ઉલ-હકનું કંપાઉન્ડ.  સદાકત આશ્રમની ઉદ્ઘાટનવિધિ.  સ્ત્રીઓની સભા, સમય રાત, સ્થળ હકસાહે બનું ઘર. ગાંધીજી અને શ્રોતાઓ વચ્ચે પર્દો હતો!  હસન ઇમામને મળવા ગયા. પટણા.  આરા : ઉતારો બાબુ 419


૬ ૭

૯ ૧૦ ૧૧

૧૨ ૧૩

૧૪ ૧૫

૧૬

420

ધનેન્દ્ર પ્રસાદ દેવને ત્યાં. પટણા  ગયા.  બોધિગયા.  પટણા. પટણા.  છપરા. છપરા.  હાજીપુર : રાષ્ટ્રીય શાળાના મકાનનો પાયો નાખ્યો.  મુઝફ્ફરપુર : ઉતારો મૌલવી મહં મદ શરીફને ત્યાં.  જાહે ર સભા, પ્રમુખ હાફીઝ રહે મતુલ્લા.  બાબુ ગયા પ્રસાદ સિંગને મળવા ગયા. બેતિયા : ગૌશાળાની મુલાકાત. રસ્તામાં એક જણે પોતાનાં લાકડી અને બાહુબળથી મારે લા વાઘનું ચામડુ ં ભેટ ધર્યું. બેતિયા.  મોતીહારી. દરભંગા.  લહે રીઆ સરાઈ.  સમસ્તીપુર.  બરોની. મોંઘીર : ઉતારો ગુબરૈ બૅરિસ્ટરને ત્યાં.  ભાગલપુર : ઉતારો દીપનારાયણ સિંહને ત્યાં. ભાગલપુર : સભાઓ. કલકત્તા : લીલુઆ સ્ટેશને ઊતરી ગયા.  રાષ્ટ્રીય શાળા ખુલ્લી મૂકી, સમય બપોર, સ્થળ મારકસ સ્ક્વેર.  જાહે ર સભા. કલકત્તા : થી નીકળ્યા. ઢાકા : સ્વાગત, સરઘસ, સભાઓ–જાહે ર તથા સ્ત્રીઓની.  વકીલોની સભામાં પ્રવચન. ઢાકા : ગૅંડરે િયાની આશ્રમની મુલાકાત.  નારાયણગંજ : થી નીકળ્યા આગબોટ ‘ગુરખા’માં.

કલકત્તા. ૧૭ કલકત્તા : થી નીકળ્યા. ૧૮ નાગપુર : જાહે ર સભા, સમય સાંજ. ૧૯ નાગપુર. ૨૦થી ૨૧ નાગપુર.  રાયપુર. ૨૨થી ૨૩ નાગપુર. ૨૪ નાગપુર : ઑ. ઇ. કૉં. ક.ની બેઠકમાં હાજર. ૨૫ નાગપુર : સર બેન્જામિન રૉબર્ટસન અને મધ્ય પ્રાંતના ગવર્નર સર ફ્રૅન્ક સલાઈની મુલાકાત લીધી.  વણકર પરિષદમાં પ્રમુખસ્થાને,  સમસ્ત હિં દ અસ્પૃશ્યતા નિવારક પરિષદમાં પ્રમુખસ્થાને. સમય સાંજના છ. ૨૬ નાગપુર : કૉંગ્રેસની બેઠકમાં ભાષણ. ૨૭ નાગપુર : કૉંગ્રેસની વિષય નિર્ણાયક સમિતિની બેઠકમાં પ્રવચન. ૨૮ નાગપુર : કૉંગ્રેસની બેઠકમાં ભાષણ. ૨૯ નાગપુર : ખિલાફત પરિષદમાં હાજર. ૩૦ નાગપુર : કૉંગ્રેસની બેઠકમાં અસહકાર વિશે ભાષણ.  ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગની બેઠકમાં હાજર. ૩૧ નાગપુર : અંત્યજ પરિષદમાં પ્રમુખસ્થાને. 

[ ડિસેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


નવજીવનના પુસ્તકો નવા કલેવરમાં

આશ્રમ જીવન અમારાં બા

₹ ૫૦

₹ ૧૩૦

એક ધર્મયુદ્ધ

₹ ૬૦

‘નીતિનાશને માર્ગે’ ₹ ૫૦

Discourses on the Gita ₹ ૧૫

બહુરૂપી ગાંધી ₹ ૧૨૦

ગીતાદર્શન

₹ ૧૦૦

ગાંધીજીનું ખોવાયેલું ધન:

હરિલાલ ગાંધી ₹ ૧૦૦

₹ ૫૦

₹ ૨૦૦

(કિશોરલાલ મશરૂવાળાનું જીવનચરિત્ર)

Ashram Observances in Action ₹ ૩૫

आश्रम-भजनावलि ₹ ૧૬૦

દેવ અને દાનવ

શ્રેયાર્થીની સાધના

વિદેશ વસવાટનાં સંભારણાં ₹ ૨૦૦

Truth is God

₹ ૬૦


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… લવાજમ માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. 

તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત

વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે.

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25


પુસ્તકો મેળવવા ઃ ઑન-લાઇન www.navajivantrust.org

sales@navajivantrust.org

ઇમેલ ફોન

મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં પુસ્તકો

રૂબરૂ

423 423

૦૭૯–૨૭૫૪૦૬૩૫, ૨૭૫૪૨૬૩૪ નવજીવન પ્રકાશન મંદિર, ગૂજરાત વિદ્યાપીઠ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ–૧૪

(સોમ–શનિ, ૧૦:૩૦ થી ૫)

વિશ્વશાંતિની ગુરુકિલ્લી

₨35

સૉક્રેટિસથી માર્ક્સ

₨120

દીપનિર્વાણ

₨220

ઇતિહાસકથાઓ : રોમ – ગ્રીસ ‘દર્શક’નાં નવજીવન-પ્રકાશિત તમામ પુસ્તકોનો સંપુટ

₨1465 ₨1250

(રવાનગી સાથે)

₹225

વાગીશ્વરીનાં કર્ણફૂલો

₨250

સદ‌્ભિઃ સંગઃ

₨300

મારી વાચનકથા ₨120

અંતિમ અધ્યાય ₨75

પરિત્રાણ

₨120


બી. સી. જી. રસી અંગે…

424


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.