શું શું સાથે લઈ જઈશ હું?
– એ સવાલ ઉમાશંકર જોશીએ 1954માં એક કાવ્યમાં પૂછેલો અને પછી કહેલું; “લઈ જઈશ હું સાથે….પૃથ્વી પરની રિધ્ધિ હૃદયભર”. તેને આગલે વરસે લખેલા બીજા એક કાવ્યમાં કવિએ જણાવેલું કે “મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું”.
કવિની જેમ ઘણા સામાન્ય માનવીઓને પણ આવો સવાલ થવાનો − ખાસ કરીને જેનો જવાનો સમય થઈ ગયો હોય તેવા મારા જેવાને. પરલોકે જઈને “અમૃત લઈ આવ્યો અવનિનું” કહેતાં મારી થેલીમ