Navajivanno Akshardeh October November 2019

Page 1

‘નવજીવન’ના લડતની હાકલ... ગાંધીજીના તંત્પાને રીપણા આઝાદીની હે ઠળ ‘यंग इन्डिया’નો આરં ભ

વર્ષૹ ૦૭ અંકૹ ૧૦-૧૧ સળંગ અંકૹ  ૭૮-૭૯ •  ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯

છૂ ટક કિંમત ઃ _ ૨૫

ગાંધીલિખિત ચરિત્રો

૩૯૪ ૩૨૦


વર્ષૹ ૦૭ અંકૹ ૧૦-૧૧ સળંગ અંકૹ ૭૮-૭૯ • ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯

સરદારની સર્વતોમુખી પ્રતિભા બહાર લાવતું પુસ્તક

સરદાર પટેલ : એક સમર્પિત જીવન

છૂ ટક કિંમત ઃ _ ૨૫

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર આવરણ ૧ ગાંધીજીની કલમે લખાયેલાં ચરિત્રોની નામાવલી આવરણ ૪ ગાંધીજીના તંત્રીપણા હે ઠળ પ્રકાશિત ‘यंग इन्डिया’ના પ્રથમ અંકનું પ્રથમ પાનું [૮-૧૦-૧૯૧૯] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

 ગાંધીલિખિત ચરિત્રો 

विशाल दृष्टि रखकर देखें तो सितंत्र भारत की स्ापना करके

હવે હિં દીમાં પણ...

 સંપાદકીય. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . उसे सामर्थ्यिान बनाने में तीन व्थष्ति्थों का ्थोगदान सबसे ૩૨૩ अधिक रहा-गांिी, नेहरू और पटेल। इस तर्थ को सिीकार करते सम्थ प्ा्थः गांिीजी का उल्ेख कत्यव्थधनिा्यह तक सीधमत रहता है, नेहरू के संदभ्य में इसे पूर्यतः सिीकार कर लल्था जाता है, परनततु सरदार को ्थह सिीकृवत अत्थनत सीधमत मात्रा में प्दान की जाती है। जैसे वक भारत संघ के प्​्म राटिट्रपवत राजेनद्र प्साद ने 13 मई, 1959 को अपनी डा्थरी में ललखा है, “आज लजस भारत के विष्थ में हम बात करते हैं और सोचते हैं, उसका श्े्थ सरदार पटेल के राजनैवतक कौशल त्ा सतुदृढ़ प्शासन को जाता है, विर भी”, उनहोंने आगे ललखा है, “इस संदभ्य में हम उनकी उपेक्ा करते हैं।”

सरदार पटे ल एक समर्पित जीवन

૧. બૂકર ટી. વૉશિંગ્ટન : ગુલામમાંથી કૉલેજના પ્રમુખ . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૨૪ ૨. અબ્રાહામ લિંકન : ગુલામગીરીની બેડીઓ તોડનાર. . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૨૭ ૩. કાઉન્ટ ટૉલ્સ્ટૉય : ઉમરાવથી ફકીર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૨૯ ૪. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર : કેળવણીનો સાગર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૩૦ ૫. જ્યૉર્જ વૉશિંગ્ટન : અમેરિકાના સ્વરાજ સ્થાપક . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૩૩ आितुधनक भारत के एक अत्थनत महत्िपूर्य सतुपतुत्र के जीिन पर डाला ग्था ्थह पदा्य उसके बाद के सम्थ में भी कभी-कभी ૩૩૪ ૬. દાક્તર બરનાર્ડો : લોકસેવાનો સ્તંભ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ही, और िह भी आंलशक तौर पर ही उठा्था ग्था। मतुझे इस पददे को समपूर्य रूप से उठाने और सरदार पटेल के जीिन को आज ૭. સર હે નરી લૉરે ન્સ : સમર્પિત રાજનીતિજ્ઞ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૩૩૬ की पीढ़ी के सामने लाने का सौभाग्थ प्ाप्त हुआ है। सरदार की क्ा एक पूर्य मानि की क्ा नहीं है। उनकी कधम्थों को ૩૩૮ ૮. રાજા સર ટી. માધવરાવ : વિદ્વાન અને કુ શળ કારભારી. . . . . . . . . . . . . . . . . . . . . धिपाने की मेरी इचिा नहीं ्ी और मैंने ऐसा प्​्थास भी नहीं वक्था है। मेरी आकांक्ा मात्र इतनी ही है वक सरदार पटेल के ૩૪૧ ૯. હૉરે શિયા નેલ્સન : સ્વધર્મનો પાલક. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . राजमोहन गांधी जीिन के विष्थ में जानने के बाद कम-से-कम कुि लोग तो समझ पाएँगे वक अचिे वदनों में अहोभाि के सा् त्ा दुःख ૩૪૨ ૧૦. સર ટોમસ મનરો : રૈ યતનો દોસ્ત. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . और धनराशा के वदनों में भारत की महान् शष्ति के रूप में उनहें ्थाद वक्था जाना चावहए। ૧૧. લૉર્ડ મેટકાફ : હિં દી પ્રેસને તારનાર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૪૩ इस पर प्ा्थः िाद-वि​िाद होता रहता है वक सितंत्र भारत के प्​्म प्िानमं त्र ी के च्थन के सम्थ महातमा गां ि ी ने सरदार ૧૨. મોનસ્ટુઅર્ટ એલફિન્સ્ટન : લોકપ્રિય ગવર્નર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૪૫ पटेल के प्वत अन्था्थ वक्था ्ा ्था नहीं वक्था ्ा। इस संदभ्य में मैंने अपना शोि इस ग्ं् में प्सततुत वक्था है। कुि लोगों ने ૩૪૭ ૧૩. બદરુદ્દીન તૈયબજી : હિં દના શ્રેષ્ઠતમ વકીલ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . प्वतपावदत वक्था है वक इस विष्थ में महातमाजी ने सरदार के सा् अन्था्थ वक्था। इस पतुसतक के लेखन के प्ेरक तत्िों में से ૩૪૮ ૧૪. સૉક્રેટિસ : એક સત્યવીર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . एक महत्िपूर्य तत्ि ्थह प्वतपादन भी है। ्थवद ऐसा अन्था्थ हुआ हो तो महातमा के एक पौत्र के रूप में उसकी कुि क्वतपूवत्य ૧૫. મુસ્તફા કમાલ પાશા : ઇજિપ્તના ઉદ્ધારક. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૫૦ कर लेना उधचत होगा। इसके अवतररति मैंने राटिट्रधनमा्यता के प्वत अपना नागररक-ऋर चतुकाने का प्​्थास भी वक्था है। ૧૬. મિ. કેર હાર્ડી : ખાણમાંથી પાર્લમેન્ટમાં પહોંચનાર!. . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૫૩ [प्सतािना में से] राजमोहन गांधी ૧૭. જોસેફ ડોક : સત્યશોધક દીનદલિતોના મિત્ર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૩૫૬ ૧૮. મિ. હાજી હુસેન દાઉદ અહમદ : હિં દનો પારસમણિ. . . . . . . . . . . . . . . . . . . . . . ૩૫૯ 9 788172 9 788172 299231 299231 ૧૯. ફિરોજશાહ મહે તા : મુંબઈ શહે રીમંડળના પિતા. . . . . . . . . . . . . . . . . . . . . . . . .૩૬૨ ૨૦. બાલગંગાધર ટિળક : લોકશાહીના ઉપાસક. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૩૬૪ ૨૧. દાદાભાઈ નવરોજી : હિં દના દાદા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૩૬૫ ૨૨. ચિતરં જન દાસ : રાષ્ટ્રધર્મી અને દેશબંધુ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૬૭ ૨૩. વાસંતીદેવી : દેશબંધુનાં સહધર્મચારિણી. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૭૦ ૨૪. સુશીલ રુદ્ર : એક મૂક સેવક . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૭૨ ૨૫. આલ્બર્ટ વેસ્ટ : દ. આફ્રિકાના ગોરા સહાયકોમાંના એક. . . . . . . . . . . . . . . . . . . . ૩૭૩ ૨૬. મિસ શ્લેશિન : સત્યનિષ્ઠ સેવિકા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૭૫ ૨૭. ઍમિલી હૉબહાઉસ : એક મહાન આત્મા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૩૭૬ ૨૮. મરહૂમ હકીમસાહે બ : હિં દુમુસલમાન ઐક્ય માટે પ્રાણરૂપ. . . . . . . . . . . . . . . . . . ૩૭૮ ૨૯. મગનલાલ ગાંધી : આશ્રમનો પ્રાણ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૭૯ ૩૦. લાલા લજપત રાય : સમાજ અને ધર્મસુધારક . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૮૨ ૩૧. નારાયણ હે મચંદ્ર : ઇંગ્લંડ નિવાસના સાથી . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૮૪ ૩૨. રાયચંદભાઈ : શુદ્ધ જ્ઞાની. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૩૮૬ ૩૩. અલ્લુરી શ્રી રામ રાજુ : એક આંધ્રવીર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૮૮ ૩૪. ઇમામસાહે બ : મક્કમ સત્યાગ્રહી. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૯૦  ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . . ૩૯૨ Navajivan -- Title Navajivan Title -- Sardar Sardar Patel Patel Ek Ek Samarpit Samarpit Jivan-Hindi Jivan-Hindi -- [WxH: [WxH: sheet sheet 400X273] 400X273] 1 1

૩૨૨

૩૯૩

सरदारएक समर्पि पटेत जीवन ल राजमोहन गांधी

विशाल दृष्टि रखकर देखें तो सितंत्र भारत की स्ापना करके उसे सामर्थ्यिान बनाने में तीन व्थष्ति्थों का ्थोगदान सबसे अधिक रहा-गांिी, नेहरू और पटेल। इस तर्थ को सिीकार करते सम्थ प्ा्थः गांिीजी का उल्ेख कत्यव्थधनिा्यह तक सीधमत रहता है, नेहरू के संदभ्य में इसे पूर्यतः सिीकार कर लल्था जाता है, परनततु सरदार को ्थह सिीकृवत अत्थनत सीधमत मात्रा में प्दान की जाती है। जैसे वक भारत संघ के प्​्म राटिट्रपवत राजेनद्र प्साद ने 13 मई, 1959 को अपनी डा्थरी में ललखा है, “आज लजस भारत के विष्थ में हम बात करते हैं और सोचते हैं, उसका श्े्थ सरदार पटेल के राजनैवतक कौशल त्ा सतुदृढ़ प्शासन को जाता है, विर भी”, उनहोंने आगे ललखा है, “इस संदभ्य में हम उनकी उपेक्ा करते हैं।”

रू. 600 पॅपर बॅक साइझ 6.5"× 9.5"

आितुधनक भारत के एक अत्थनत महत्िपूर्य सतुपतुत्र के जीिन पर डाला ग्था ्थह पदा्य उसके बाद के सम्थ में भी कभी-कभी ही, और िह भी आंलशक तौर पर ही उठा्था ग्था। मतुझे इस पददे को समपूर्य रूप से उठाने और सरदार पटेल के जीिन को आज की पीढ़ी के सामने लाने का सौभाग्थ प्ाप्त हुआ है। सरदार की क्ा एक पूर्य मानि की क्ा नहीं है। उनकी कधम्थों को धिपाने की मेरी इचिा नहीं ्ी और मैंने ऐसा प्​्थास भी नहीं वक्था है। मेरी आकांक्ा मात्र इतनी ही है वक सरदार पटेल के जीिन के विष्थ में जानने के बाद कम-से-कम कुि लोग तो समझ पाएँगे वक अचिे वदनों में अहोभाि के सा् त्ा दुःख और धनराशा के वदनों में भारत की महान् शष्ति के रूप में उनहें ्थाद वक्था जाना चावहए। इस पर प्ा्थः िाद-वि​िाद होता रहता है वक सितंत्र भारत के प्​्म प्िानमंत्री के च्थन के सम्थ महातमा गांिी ने सरदार पटेल के प्वत अन्था्थ वक्था ्ा ्था नहीं वक्था ्ा। इस संदभ्य में मैंने अपना शोि इस ग्ं् में प्सततुत वक्था है। कुि लोगों ने प्वतपावदत वक्था है वक इस विष्थ में महातमाजी ने सरदार के सा् अन्था्थ वक्था। इस पतुसतक के लेखन के प्ेरक तत्िों में से एक महत्िपूर्य तत्ि ्थह प्वतपादन भी है। ्थवद ऐसा अन्था्थ हुआ हो तो महातमा के एक पौत्र के रूप में उसकी कुि क्वतपूवत्य कर लेना उधचत होगा। इसके अवतररति मैंने राटिट्रधनमा्यता के प्वत अपना नागररक-ऋर चतुकाने का प्​्थास भी वक्था है। [प्सतािना में से]

राजमोहन गांधी ISBN 978-81-7229-923-1

सरद

एक स

राजम


વ્યક્તિચરિત્રો : ગાંધીજીની કલમે... ગાંધીલિખિત સાહિત્યમાં કેટલું કાર્ય થઈ શકે છે, આ અંક તેનો નજીવો

પુરાવો છે. ગાંધીજીએ લખાણમાં ખેડલ ે ા પ્રકારોમાં નિબંધ, પત્રસાહિત્ય, આત્મકથાનક, પત્રકારત્વ, ઇતિહાસલેખન, પ્રવાસસાહિત્ય તુરંત આંખે ચડે એવાં છે. આ બધું જ લખાણ વિપુલ છે, પ્રકાશિત થયેલું છે અને જાણીતું પણ છે. ગાંધીજીનાં લખેલાં સાહિત્યનો અભ્યાસ કરીએ ત્યારે તેમાંથી અન્ય સાહિત્ય મળવાનો અવકાશ હજુ યે છે. આ શક્યતાના આધારે તે અંગે અભ્યાસ કર્યો અને સોથી વધુ ગાંધીજીએ લખેલાં ચરિત્રો શોધી શકાયાં. આ ચરિત્રોનો મોટો હિસ્સો દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન इन्डियन ओपीनियनમાં લખાયો છે. પછી સ્વાભાવિક છે કે આઝાદીની લડતમાં આ પ્રકારનું લખાણ મર્યાદિત થતું ગયું. આરં ભમાં મહદંશે વિદેશી મહાનુભાવોનાં ચરિત્રો લખાયાં છે અને તેમાં જ ે-તે વ્યક્તિઓના કેન્દ્રબિન્દુ તરીકે માનવસેવા ઊભરતી દેખાય છે. આ ચરિત્રોને એકત્રિત કરવાનું શક્ય બન્યું તે ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના કારણે. ગાંધીજીનું તમામ લખાણ તારીખવારમાં તેમાં દર્જ થયું છે; જ ેથી કોઈ પણ અભ્યાસીને તેમાંથી ગાંધીજીનાં લખાણ તારવીને લેવાં હોય તો સરળતાથી લઈ શકે છે. આ ચરિત્રોને એકત્રિત કર્યાં તો તેની સંખ્યા ધાર્યાં કરતાં વધુ આવી. પાનાંની મર્યાદાના કારણે ચરિત્રોની સંખ્યાની મર્યાદા ઠરાવી. તેથી અહીંયાં સમાવેલાં ચરિત્રો ‘ગાંધીજીના અક્ષરદેહ’ના ૫૦ ગ્રંથ (ઑગસ્ટ, ૧૯૩૨) સુધીનાં છે. આ ગ્રંથોમાંથી પણ જ ેટલાં ચરિત્રો મળ્યાં, તે બધાંને જ સમાવી શકાય તે અશક્ય હતું, તેથી તેમાં પણ પસંદગી હાથ ધરી. આમ, ગાંધીજીએ લખેલાં ચરિત્રોમાંથી ૩૪ તમારી સમક્ષ છે. આ ચરિત્રોને અહીં સંપાદિત કરીને મૂક્યાં છે તે વાચકોએ ધ્યાનમાં લેવું રહ્યું. ક્રમ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ મુજબ રાખ્યો છે. જોડણી મહદંશે મૂળ પ્રમાણે રાખી છે. ઉપરાંત, શીર્ષક બદલવાની જરૂર જણાઈ હોય ત્યાં શીર્ષક બદલ્યાં છે અથવા નવીન આપ્યાં છે. આશા છે નવા વર્ષમાં અમારો આ પ્રયાસ વાચકોને પસંદ પડશે. — સંપાદક

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

323


બૂકર ટી. વૉશિંગ્ટન : ગુલામમાંથી કૉલેજના પ્રમુખ શ્રીમતી બેસન્ટે ક્યાંક કહ્યું છે કે ઇંગ્લંડની હાલની

પ્રતિષ્ઠા તેના યોદ્ધાઓને કારણે નહીં પણ તેના એક મહાન રાષ્ટ્રીય કાર્ય — ગુલામોની મુક્તિ — ને કારણે છે. આ સત્ય બૂકર ટી. વૉશિંગ્ટનની જીવનકથામાં બહુ ધ્યાન ખેંચે એવી રીતે ચરિતાર્થ થયેલું છે. મિ. રૉલન્ડે ईस्ट एन्ड वेस्टના છેલ્લા અંકમાં બૂકર ટી. વૉશિંગ્ટન પર એક અત્યંત રસપ્રદ લેખ લખ્યો છે, જ ે અમારા વાચકોના ધ્યાન પર લાવવા જ ેવો છે. ગુલામ હતા ત્યાં સુધી જ ેઓ હજી બૂકર નામે ઓળખાતા હતા, તેમનો જન્મ લગભગ ૧૮૫૮ના અરસામાં થયો હતો. ચોક્કસ તારીખ તેઓ પોતે પણ જાણતા નથી. મિ. રૉલન્ડ કહે છે કે, “સાધારણ રીતે દરે ક ગુલામની હોય છે તેવી જ તેમની દશા હતી. મિસિસ બીચર સ્ટો1ની નવલકથામાં જ ેમનું ખૂબ આબાદ વર્ણન કરવામાં આવ્યું છે તેવા નરપશુઓ જ ેવો તેમનો માલિક નહોતો. એટલે તેમને એવો જુ લમ સહન કરવો પડ્યો નહોતો… છતાં જ ે માલિકો પોતાના ગુલામો પર દયા રાખતા તેઓ પણ તેમના તરફ કોઈ ઊતરતી કોટિના જીવો જ ેવું જ વર્તન રાખતા હતા — તેમને એક પ્રકારનાં ઉપયોગી પશુ ગણતા કે જ ેમની પાસેથી સારું કામ લેવું હોય તો તેમને સારો ખોરાક આપવો જોઈએ. તેમને બીજી કંઈ સુખસગવડ આપવાની જરૂર પણ નહોતી; એવી સુખસગવડની તેઓ કદર પણ કરી નહીં શકે.” જ્યારે ગુલામો માટે મુક્તિનો ઢંઢરે ો પિટાયો ત્યારે મિ. બૂકરના કુ ટુબ ં ે ખેતરો છોડીને શહે રમાં વસવાટ કર્યો. બૂકર નિરક્ષર હતા, છતાં શીખવાની અને પોતાની જાતને કેળવવાની ઊંડી ધગશ ધરાવતા હતા. એટલે તેમણે અંગ્રેજી ભાષાની બારાખડી શીખવાની શરૂઆત કરી અને રાત્રિશાળામાં જવા લાગ્યા. બૌદ્ધિક પ્રગતિના આ મુશ્કેલ કામમાં તેમને ઘણા ગોરા મુરબ્બીઓએ મદદ કરી. તેમાં મુખ્ય જનરલ આર્મસ્ટ્રૉંગ હતા જ ેમણે 1. અમેરિકન લેખિકા અને સમાજસુધારક(૧૮૧૧-૧૮૯૬)

324

સિવિલ વૉરમાં ભાગ લીધો હતો. આગળ જતાં મિ. રૉલન્ડ લખે છે : “જનરલ આર્મસ્ટ્રૉંગ એક રીતના ગુલામોના દેવદૂત હતા. તેમણે બિનગોરી પ્રજાઓની સેવામાં પોતાની જિંદગી ૧૮૫૬–૧૯૧૫; સમર્પી દીધી હતી અને અમેરિકન–અફ્રિકન સમાજના પ્રમુખ તેઓ તેમની જરૂરિયાતો આગેવાન. કેળવણીકાર અને લેખક. પૂરેપૂરી સમજતા હતા. તેમણે હબસી અને (રે ડ) ઇન્ડિયન જાતિનાં યુવાન સ્ત્રીપુરુષો માટે સન ૧૮૬૮માં વર્જિનિયામાં હે મ્પ્ટન નોર્મલ ઍન્ડ એગ્રિકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ નામનું એક વિદ્યાલય કાઢેલું, જ ેથી એ જાતિનાં યુવક યુવતીઓ ત્યાં તાલીમ લઈને પોતાની જાતિમાં શિક્ષણનું કામ કરી શકે.” આ સંસ્થામાં શીખવા જવાની આપણા ચરિત્રનાયકને ઘણી હોંસ હતી. એટલે તેમણે એક લશ્કરી અધિકારીને ત્યાં નોકરી લીધી અને થોડા પૈસા બચાવીને હે મ્પ્ટન જવા નીકળી પડ્યા. તેમને લગભગ પાંચસો માઈલનું અંતર કાપવાનું હતું. “બિનગોરી જાતિના માણસ હોઈને માર્ગમાં તેમને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. ગોરાઓની હોટેલમાં ઊતરી શકે નહીં. એટલે અનેક વાર તેમને બહાર ખુલ્લામાં સૂઈ રહે વું પડ્યું અને ખોરાક મેળવવા માટે આખો દિવસ કામ કરવું પડ્યું. પણ તેઓ સહે જ ે ખંચકાયા નહીં. આખરે તેઓ હે મ્પ્ટન પહોંચ્યા. તેમનો દેખાવ એવો કંગાલ હતો કે જો સંસ્થાની દેખરે ખ રાખનાર બાઈને, આ માણસ નોકર તરીકે કામ લાગશે એમ ન લાગ્યું હોત તો, તેમને માટે એનાં દ્વાર બંધ જ થઈ ગયાં હોત. આમ તેમને રહે વાની પરવાનગી મળી. તેમણે પોતાના રહે વાનો અને શિક્ષણનો ખર્ચ દ્વારપાળનું, ઓરડા સાફ કરવાનું અને પરચૂરણ કામ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કરીને કાઢ્યો. આવાં અનેકવિધ કામ છતાં તેઓ વર્ગમાં ખંતથી ધ્યાન આપતા હતા.” આવા આશ્ચર્યકારક ઉદ્યમ તરફ જનરલ આર્મસ્ટ્રૉંગની સહાનુભૂતિભરી નજર ન જાય એ કેમ બને? એટલે એમણે એમના પર ખાસ ધ્યાન આપવા માંડ્યું અને એનું પરિણામ એ આવ્યું કે મિ. બૂકર સંસ્થાના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓમાંના એક તરીકે બહાર આવ્યા. આ રીતે પોતે મેળવેલા જ્ઞાન વડે જીવન પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ વિશાળ થયો અને તેમને ગરીબી અને બધી જાતની મુસીબતો સામે ઝૂઝવાનું બળ મળ્યું એટલે તેમને વિચાર આવ્યો કે આવું જ જ્ઞાન પોતાના દેશબાંધવોને આપવામાં સાધનભૂત થવા કરતાં પોતાના જીવનનો બીજો વધારે સારો ઉપયોગ ન હોઈ શકે. આવા પ્રશંસનીય ધ્યેયથી તેમણે પહે લાં માલ્ડન ખાતે એક નાની શાળા કાઢી અને પછી વૉશિંગ્ટનમાં કાઢી. એટલામાં તેમને હે મ્પ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં રે ડ ઇન્ડિયનોના શિક્ષક તરીકે કામ કરવા બોલાવવામાં આવ્યા. પોતે હબસી હોવાથી અમેરિકન ઇન્ડિયનો સાથે તેમને કેટલીક મુશ્કેલી પડી, પણ પોતાનાં ડહાપણ અને નરમાશથી તેમણે થોડા જ વખતમાં પોતાની સામેનો બધો વિરોધ સમાવી દીધો. આ નમ્ર શરૂઆતમાંથી આજ ે જ ે ટસ્કેજીની એક આદર્શ કૉલેજ બની છે તેનાં બીજ વવાયાં. તેમણે જોયું કે “હાલ તો હબસીઓને એક જ ચીજ શીખવાની જરૂર છે અને તે એ કે વેપારમાં ને હસ્તઉદ્યોગમાં વધારે ફાયદો થાય એ રીતે કામ કેમ કરવું, કઈ રીતે વધારે સારા ખેડૂત બનવું, રહે ણીકરણીમાં કેવી રીતે વધારે કરકસર કરવી અને પોતાનો પાક તૈયાર થાય તે પહે લાં એ ગીરો મૂકવા શરાફો જ ે લાલચો આપતા તે લાલચોનો કઈ રીતે સામનો કરવો.” આ નિશ્ચય સાથે તેઓ ટસ્કેજી જવા નીકળ્યા અને ત્યાં ૧૮૮૧માં એક ઝૂંપડામાં શિક્ષણ આપવાની શરૂઆત કરી. નવું કામ શરૂ કરનારા અનેક લોકોની માફક તેમને પણ માત્ર શાળા શરૂ કરવાની નહોતી, પણ વિદ્યાર્થીઓને આકર્ષવાના હતા. અક્ષરજ્ઞાનની સાથે ઔદ્યોગિક શિક્ષણ આપવાના તેમના વિચારને સ્વીકારવામાં

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

અક્ષરજ્ઞાનની સાથે ઔદ્યોગિક શિક્ષણ આપવાના તેમના વિચારને સ્વીકારવામાં શરૂઆતમાં લોકોએ ઉત્સાહ ન બતાવ્યો. આથી પોતાની પદ્ધતિના ફાયદા સમજાવવા તેમને એક સ્થળેથી બીજે સ્થળે ફરવું પડ્યું. સુધારા માટેની તેમની આ ઝુંબેશમાં તેમને મિસ ઑલિવિયા ડેવિડસનની સારી મદદ મળી, જેની સાથે એમણે પાછળથી લગ્ન કર્યાં

શરૂઆતમાં લોકોએ ઉત્સાહ ન બતાવ્યો. આથી પોતાની પદ્ધતિના ફાયદા સમજાવવા તેમને એક સ્થળેથી બીજ ે સ્થળે ફરવું પડ્યું. સુધારા માટેની તેમની આ ઝુંબેશમાં તેમને મિસ ઑલિવિયા ડેવિડસનની સારી મદદ મળી, જ ેની સાથે એમણે પાછળથી લગ્ન કર્યાં. આ પ્રવાસનું પરિણામ એ આવ્યું કે વિદ્યાર્થીઓ એટલી મોટી સંખ્યામાં આવવા લાગ્યા ને એમને એટલો બધો ટેકો મળ્યો કે થોડા જ વખતમાં તેમની શાળાનું મકાન નાનું પડવા લાગ્યું. પરં તુ જ ેમણે આ સમય દરમિયાન, પોતાના નામ સાથે વૉશિંગ્ટન ઉમેરી દીધું હતું તે બૂકર આ પ્રસંગને પહોંચી વળ્યા. તેમણે ઉછીના પૈસા લઈને સો એકરનું એક ખેતર વેચાતું લીધું. ઔદ્યોગિક શિક્ષણના પોતાના સિદ્ધાંતો અમલમાં મૂકવાનો હવે તેમને અવસર મળ્યો. એટલે એમના વિદ્યાર્થીઓને કામે લગાડવામાં આવ્યા અને એક અનુકૂળ મકાન ઊભું કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ જ માટી ખોદી અને તેમણે જ ઈંટો પાડીને પકવી. ટસ્કેજી કૉલેજ પાસે ૨૦૦૦ એકરની જમીન પર ચાળીસ મકાનો, મિ. ઍન્ડ્રૂ ઝ કાર્નેગી તરફથી ભેટ મળેલું એક સુંદર પુસ્તકાલય અને પંદર નાનાં રહે ઠાણનાં મકાનો છે. ...મોટા મોટા દાનવીરો તરફથી એને દાન મળતું રહે છે. અને દરે ક જાતના માણસો પાસેથી સ્વૈચ્છિક ફાળો પણ મળતો રહે છે. આમ કૉલેજનું ભંડોળ દર વરસે વધતું જાય છે. એને ૧૮૯૮માં અમેરિકાની સરકાર તરફથી અલાબામામાં 325


૨૫,૦૦૦ એકરની ભેટ પણ મળી છે. વીસ જુ દાં જુ દાં રાજ્યો અને પ્રદેશોમાંથી વિદ્યાર્થીઓ આવે છે. કૉલેજમાં છ્યાસી શિક્ષકો છે અને છવીસ જુ દા જુ દા ઉદ્યોગો શીખવવામાં આવે છે. દરે ક વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીને વર્ગમાં અપાતા શિક્ષણ ઉપરાંત કોઈ પણ એક ઉદ્યોગ શીખવો પડે છે. પુરુષો છાપખાનાનું કામ, સુતારી કામ, ઈંટ પાડવાનું કામ (આમાં તો તેઓ એટલા કુ શળ થઈ ગયા છે કે ઉત્તમ પ્રકારની એક લાખ ઈંટો દર મહિને પાડે છે.) અને ખેતીને લગતાં અનેક જાતનાં કામો શીખે છે. સ્ત્રીઓ સાદું સીવણકામ, સ્ત્રીઓનાં કપડાં બનાવવાનું, રાંધવાનું, ઇસ્ત્રી કરવાનું, પશુપાલન તથા દૂધના ઉત્પાદનનું અને મરઘાંના ઉછેરનું તેમ જ ઉદ્યાનને લગતું બધું જ કામ શીખે છે. ઉદ્યાનનાં વૃક્ષોનો ઉછેર તો ટસ્કેજીનું એક વિશિષ્ટ અંગ છે. ત્યાંના ખેતરમાં પાંચ હજાર નાસપાતીનાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે. છાત્રોએ પોતે યોજના કરીને એક શાકભાજીનો બગીચો પણ કર્યો છે, જ ેની ઊપજ બજારમાં વેચવામાં આવે છે. વળી તેમણે એક કોલ્ડ ફાર્મ હાઉસ (ઠંડુ ં ફાર્મ ગૃહ) પણ બાંધ્યું છે અને એનું સુતારી કામ પોતે કર્યું છે. બધાં શાકભાજી ઉગાડવામાં થતા ખર્ચનો અને તેના વેચાણમાંથી થતી આવકનો હિસાબ તેઓ રાખે છે. નર્સોને તાલીમ આપવાનો એક વિભાગ ખોલવામાં આવ્યો છે. અને હવે કૉલેજમાં કિન્ડરગાર્ટન (શિશુવિભાગ) પણ છે. ત્યાં એક સેવિંગ્સ બૅંક પણ ખોલવામાં આવી છે, શાળાની ટપાલ ઑફિસને રાજ્યે માન્ય રાખી છે અને તે સરકારને જવાબદાર છે. કૉલેજમાંથી એક માસિક વર્તમાનપત્ર પણ બહાર પાડવામાં આવે છે. એકલે હાથે, અત્યંત મહાન મુશ્કેલીઓનો સામનો કરીને મિ. બૂકર ટી. વૉશિંગ્ટને આવું કામ કરી બતાવ્યું છે. વધુ પ્રાચીન એવાં રાષ્ટ્રો જ ેની બડાશ મારી શકે તેવો કોઈ ભવ્ય ભૂતકાળ પણ તેમનો નહોતો, જ ેમાંથી તેમને પ્રેરણા મળે. આજ ે તો તેમનો પ્રભાવ એટલો મહાન અને વ્યાપક છે કે ગોરા અને કાળા, બધા તેમને ચાહે છે. અમે કેટલાક વખત પહે લાં છાપામાં 326

વાંચ્યું હતું કે અમેરિકાના પ્રમુખે તેમને વ્હાઇટ હાઉસમાં (પોતાના નિવાસસ્થાનમાં) આમંત્રણ આપ્યું હતું. “આ એક અભૂતપૂર્વ બનાવ હતો. અમેરિકામાં તો એ ક્રાંતિકારી ઘટના ગણાય. થોડા સમય પહે લાં ત્યાં જો કોઈ ગોરો માણસ હબસીનો હાથ અડકી જતો તો પોતે તેના સ્પર્શથી અભડાયો છે એમ માનતો હતો.” હાર્વર્ડ વિદ્યાપીઠે તેમનું ‘માસ્ટર ઑફ આર્ટ્‌સ’ની ઉપાધિથી સન્માન કર્યું છે. તેમણે યુરોપમાં મુસાફરી કરી ત્યારે ટોળાબંધ લોકો તેમની સભામાં જતા અને તેમનાં વખાણ કરતા. આવી જિંદગી આપણને એક બોધપાઠ શીખવે છે. તેમનું જીવન આટલું સન્માનપૂર્ણ છે તે અમસ્તું નથી. એ સન્માન તેમણે ધીરજપૂર્વક પરિશ્રમ કરીને અને દુઃખ વેઠીને મેળવ્યું છે. મિ. વૉશિંગ્ટને બીજી કોઈ કારકિર્દી પસંદ કરી હોત, તો બીજા કેટલાકની દૃષ્ટિએ તેઓ વધારે ઝળકી ઊઠ્યા હોત, પણ એમણે સૌથી પહે લાં પોતાના લોકોની ઉન્નતિ કરવાનું અને તેમની સામે પડેલા મહાન કાર્ય માટે તેમને તૈયાર કરવાનું પસંદ કર્યું. આમ તેમણે પોતાની સાથોસાથ પોતાના દેશબાંધવોને પણ ખૂબ ઉન્નત કર્યા છે અને તેમની સમક્ષ તથા આપણામાંના જ ેમને તેમના જીવનનો અભ્યાસ કરવાની દરકાર હોય, તે સૌની સમક્ષ એક અનુકરણીય દૃષ્ટાંત રજૂ કર્યું છે. આપણા દેશમાં પણ એવા પુરુષો છે કે જ ેમણે પોતાના દેશની સેવામાં જીવન સમર્પણ કર્યું છે. તેમ છતાં અમે હિં મતપૂર્વક કહીએ છીએ કે આપણા આ ચરિત્રનાયકનું જીવન કદાચ કોઈ પણ બ્રિટિશ હિં દી કરતાં ચડી જાય. અને તેનું સાદું કારણ એ કે આપણો ભૂતકાળ મહાન છે અને આપણી સંસ્કૃતિ પ્રાચીન છે. એટલે આપણામાં જ ે નિઃસંશય સ્વાભાવિક ગણાય અને છે, તે બૂકર ટી. વૉશિંગ્ટનને માટે તો અત્યંત મહાન સદ્ગુણ લેખાય. ગમે તેમ હોય, પણ એટલું તો ચોક્કસ કે આવા જીવનના મનનપૂર્ણ અભ્યાસથી ફાયદો થયા વગર રહે જ નહીં. [મૂળ અંગ્રેજી] इन्डियन ओपीनियन, ૧૦–૯–૧૯૦૩ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


અબ્રાહામ લિંકન : ગુલામગીરીની બેડીઓ તોડનાર ગયા સૈકામાં મોટામાં મોટો અને સારામાં સારો

માણસ તે અબ્રાહામ લિંકન થઈ ગયો છે. તેનો જન્મ અમેરિકામાં ૧૮૦૯ની સાલમાં થયેલો. એ વખતે એનાં માબાપની સ્થિતિ ઘણી ગરીબ હતી. ૧૫ વરસની ઉંમર સુધી એને ઘણી જ થોડી કેળવણી મળેલી. ભાગ્યે જ લખતાં આવડતું હતું અને રખડપાટ કરીને કાંઈક ગુજારો કરવા જ ેટલું તે કમાતો. છેવટે તેનો વિચાર આગળ વધવાનો થયો. એ અરસામાં સ્ટીમરો અથવા તો બીજી સગવડો ન હતી, એટલે લાકડાંના પાટિયાં ઉપર તરીને અમેરિકાની મોટી નદીઓમાં પ્રવાસ કરી પોતે જુ દાં જુ દાં ગામોમાં ગયો. એક ઠેકાણે તેને મહે તાની નોકરી મળી. આ વખતે તેની ઉંમર ૨૦ વરસની હતી. જ્યારે આ નોકરી મળી ત્યારે તેના મનમાં એમ વિચાર થયો કે કાંઈક વધારે અભ્યાસ કરવો. તે ઉપરથી તેણે કેટલીક ચોપડીઓ ખરીદી અને જાતમહે નતથી અભ્યાસ શરૂ કર્યો. દરમિયાન તેના કોઈ સગાના મનમાં એવો વિચાર થયો કે જો અબ્રાહામ લિંકન કાયદાનો અભ્યાસ કરે છે વધારે સારું કરી શકશે. એવી સમજથી તેને એક વકીલને ત્યાં રાખ્યો. ત્યાં તેણે ઘણી ખંતથી કામ કર્યું અને અભ્યાસ કર્યો. પોતાની ચાતુરી એટલી બધી બતાવી કે તેના ઉપરીઓ બહુ ખુશી થયા. તેને પોતાને પણ એમ લાગ્યું કે તેની પોતાની સ્થિતિ જ ે પ્રજામાં પોતે જન્મ્યો હતો તે પ્રજાની સેવા કરવા જ ેવી છે. તેને આ વિચાર ઊપજ્યો કે તરત જ અમેરિકાના રિવાજ મુજબ ત્યાંની પાર્લમેન્ટમાં પ્રતિનિધિ થવાનો વિચાર કર્યો. તેનું પહે લું લખાણ એ તેની ખૂબીઓ બતાવનારું હતું. લડત ઘણી સખત લીધી પણ પોતે હજુ અજાણ માણસ હતો, અને તેનો સમોવડિયો પ્રખ્યાત હતો. તેથી પોતે હારી ગયો પણ તેનું શૂર હતું તેના કરતાં વધ્યું. તેની લાગણીઓ વધુ તીવ્ર થઈ. અમેરિકાનો આ વખતનો ચિતાર જ ે માણસને ખરે ખરો આવી શકે તે

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

જ માણસ લિંકનના ગુણ અને તેની સેવા સમજી શકે. ઉત્તરથી દક્ષિણ સુધી આ વખતે અમેરિકા એ ગુલામોની છાવણી હતુ.ં કાફરાઓને જાહે ર વેચવા અને ગુલામગીરીમાં રાખવા ૧૮૦૯-૧૮૬૫; અમેરિકાના સોળમા પ્રમુખ. એમાં કાંઈ ખોટુ ં ન અમેરિકામાંથી ગુલામપ્રથા ગણાતું. મોટાં-નાનાં, નાબૂદ કરનાર. ગરીબ-તવંગર બધાં ગુલામોને રાખવામાં કાંઈ નવાઈ ગણતાં નહીં. તેમાં કોઈ ખોટુ ં નહીં ગણતું. ધાર્મિક માણસો પાદરીઓ વગેરે ગુલામગીરી જળવાઈ રહે વામાં આનાકાની કરતા નહીં. કેટલાક ઉત્તેજન આપતા અને સહુ એમ જ સમજતા કે ગુલામગીરી એ પણ એક ઈશ્વરી નિયમ છે, અને કાફરાઓ એ ગુલામગીરીને સારુ જ જન્મેલા છે. માત્ર થોડા જ માણસો જોઈ શકતા હતા કે આ ધંધો અત્યંત દુષ્ટ અને અધર્મી હતો. જ ેઓ આ પ્રમાણે જોઈ શકતા તેઓ મૂંગા રહે તા. પણ પોતાનું બળ અજમાવી નહોતા શકતા. કેટલાક વળી ગુલામોની સ્થિતિ સુધારવામાં થોડો ભાગ લઈ સંતોષ વાળતા. એ વખતે ગુલામોની ઉપર જ ે જુ લમ પડતો એનાં વૃત્તાંતો સાંભળીને આજ ે પણ આપણાં રુવાંટાં ઊભાં થાય છે. તેઓને બાંધીને માર મારતા, પરાણે કામ કરાવતા, બાળતા, બેડીઓ પહે રાવતા અને આ બધું એક કે બે માણસોની ઉપર થતું એમ નહીં પણ સઘળાઓની ઉપર થતું. આ વિચાર જ ે લોકોના દિલની ઉપર સજ્જડ કોતરાઈ રહે લા હતા, તે વિચારો ફે રવવા લાખો માણસની જ ેની ઉપર રોજી હતી તેવા માણસોની સામે થઈને લડાઈ કરીને ગુલામોનાં બંધન છોડવવા એ નિશ્ચય એકલા લિંકને કર્યો, અને પાર પાડ્યો એમ કહીએ તોપણ ચાલે. એની ઈશ્વરની 327


તેણે ગરીબ લોકોનું અથવા નબળા લોકોનું દુઃખ ટાળવાને સારુ તે જોર વાપરવું જોઈએ. નહીં કે એવા લોકોને કચરવાને સારુ જોકે અમેરિકા એ પોતાની જન્મભૂમિ હતું અને પોતે અમેરિકન હતો, છતાં દુનિયા એ પોતાનો દેશ છે એમ માનતો પોતાની ખરે ખરી ચડતીને વખતે અને પોતે આવો સરસ માણસ હતો છતાં કેટલાક દુષ્ટ માણસો એમ માનતા કે ગુલામગીરી કાઢી નાંખીને લિંકને ઘણાં માણસોને નુકસાન કરે લું છે. તે ઉપરથી એક વખતે જ્યારે લિંકન નાટકશાળામાં જવાનો હતો એમ ચોક્કસ થયું ત્યારે તેને દગાથી મારી નાંખવાનું કાવતરું થયું. નાટકશાળાનાં પાત્રોને જ ફોડવામાં આવ્યાં હતાં. અને એક પ્રમુખ પાત્રે તેને ગોળી મારવાનું પાન ઝીલ્યું હતું. જ્યારે તે નાટકમાં પોતાની ખાસ કોટડીમાં બેઠો હતો, ત્યારે આ દુષ્ટ માણસ એ કોટડીમાં ગયો, બાર બંધ કર્યા અને લિંકનને ગોળી મારી આ ભલો માણસ મરણ પામ્યો. જ્યારે લોકોએ આ ભયાનક બનાવ જોયો ત્યારે કોઈ ન્યાયની અદાલતમાં1 જવા પહે લાં જ તેને ચીરી નાખ્યો. આવી શોકજનક રીતે અમેરિકામાં મોટામાં મોટા પ્રેસિડેન્ટનું મરણ થયું. લિંકને પારકાના દુઃખને સારુ પોતાની જિંદગી અર્પણ કરી એમ કહીએ તો ચાલે. પણ તે છતાં લિંકન હજુ પણ જીવે છે એમ કહી શકાય. અને તેણે કરે લા બંધારણ આજ સુધી અમેરિકામાં ચાલે છે. અને જ્યાં સુધી અમેરિકા નભી રહ્યું છે ત્યાં સુધી લિંકનનું નામ જાહે ર છે. ઉપરના વૃત્તાંત પરથી જોયું હશે કે લિંકન અમર થઈ ગયો છે તેનું કારણ તેની મોટાઈ, હોશિયારી કે દોલત ન હતાં પણ તેની ભલાઈ હતી. લિંકન જ ેવાં સારાં તત્ત્વો જ ે જ ે પ્રજામાં હોય છે અથવા હશે, તે પ્રજા ચડી શકે. [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, ૨૬–૮–૧૯૦૫

મોટાં-નાનાં, ગરીબ-તવંગર બધાં ગુલામોને રાખવામાં કાંઈ નવાઈ ગણતાં નહીં. તેમાં કોઈ ખોટું નહીં ગણતું. ધાર્મિક માણસો પાદરીઓ વગેરે ગુલામગીરી જળવાઈ રહેવામાં આનાકાની કરતા નહીં. કેટલાક ઉત્તેજન આપતા અને સહુ એમ જ સમજતા કે ગુલામગીરી એ પણ એક ઈશ્વરી નિયમ છે

ઉપર એટલી બધી આસ્થા હતી, એનો સ્વભાવ એટલો બધો નરમ હતો અને એની દયા એટલી ઊંડી હતી કે દિવસે દિવસે પોતાનાં ભાષણોથી, લખાણોથી અને પોતાની રહે ણીથી લોકોનાં મન ફે રવવા લાગ્યો. છેવટે લિંકનનો પક્ષ અને તેની સામાનો પક્ષ એમ બે પક્ષ થયા અને અમેરિકામાં મોટી સ્થાનિક લડાઈ ચાલી તેથી પણ કાંઈ લિંકન ડર્યો નહીં. આ વખતે તે એટલે બધે ચડી ગયો હતો કે તેને પ્રેસિડેન્ટનું પદ મળી ચૂક્યું હતું. લડાઈ ઘણાં વરસ સુધી ચાલી, પણ ૧૮૫૮–૯ની સાલ પહે લાં લિંકને ગુલામગીરી આખા ઉત્તર અમેરિકામાં બંધ કરી હતી. ગુલામોના બંધ છોડ્યા અને લિંકનનું નામ જ્યાં જ્યાં લેવામાં આવતું હતું ત્યાં ત્યાં લોકોનાં દુઃખ છોડવાનાર માણસ તરીકે જાણવામાં આવતું હતું. આ ધમાલના વખતનાં તેનાં જુ સ્સાદાર ભાષણો જ ે થયાં છે, તેની ભાષા એટલી ઉત્તમ હતી કે અંગ્રેજી ભાષામાં એ ઘણાં ઊંચા પ્રકારનાં ભાષણો ગણાય છે. એટલી ચડતીએ પહોંચ્યા છતાં પણ લિંકન હં મેશાં નરમ સ્વભાવનો હતો. પોતે હં મેશાં માનતો કે જ ે પ્રશ્ન કે માણસ જોરાવર હોય

1. હકીકતમાં, હત્યારો બૂથ તેનો પીછો કરનાર સૈનિકો દ્વારા સળગાવી દેવામાં આવેલી અશ્વશાળામાં ગોળીએ દેવાયો. o

328

[ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કાઉન્ટ ટૉલ્સ્ટૉય : ઉમરાવથી ફકીર એમ માનવામાં આવે છે કે કાઉન્ટ ટૉલ્સ્ટૉયના સમાન

પશ્ચિમના મુલકમાં તો હોંશિયાર વિદ્વાન છતાં ફકીરી મનનો માણસ નથી... પોતે અત્યંત તંદુરસ્ત, મહે નતુ અને અક્કલવંત છે. તેનો જન્મ રશિયામાં ઊંચા કુ ળમાં થયો છે. તેના માબાપની પાસે અખૂટ દોલત હતી. એ તેના વારસામાં ઊતરી છે. તે પોતે રશિયાનો એક ઉમરાવ છે. પોતાની જુ વાનીમાં રશિયાની બહુ સારી નોકરી બજાવેલી છે. ક્રિમિયાની લડાઈમાં પોતે બહુ બહાદુરીથી લડ્યો હતો. એ વખતે બીજા ઉમરાવોની માફક દુનિયાના બધા ભોગ પૂરતી રીતે ભોગવતો. વેશ્યાઓ રાખતો, દારૂ પીતો અને તમાકુ પીવાનું સખત બંધાણ હતું. લડાઈના વખતમાં જ્યારે તેણે મોટી ખૂનરે જી જોઈ ત્યારે તેનું મન દયાથી ઊભરાઈ ગયું. તેના વિચારો બદલાયા, પોતાના ધર્મનો અભ્યાસ શરૂ કર્યો, બાઇબલ વાંચ્યું. ઈસુ ખ્રિસ્તની જિંદગીનું વૃત્તાંત વાંચવાથી તેના મન ઉપર બહુ મોટી અસર થઈ. રશિયાની ભાષામાં બાઇબલનો તરજુ મો હતો તેથી તેને સંતોષ નહીં થયો. એટલા માટે મૂળ ભાષાનો એટલે હિબ્રૂનો અભ્યાસ કરી બાઇબલની શોધ જારી રાખી. પોતાનામાં લખવાની મહાન શક્તિ છે એ ખબર પણ તેને આ અરસામાં પડી. લડાઈથી થતાં માઠાં પરિણામ ઉપર ઘણું અસરકારક પુસ્તક લખ્યું. તેની પ્રખ્યાતિ આખા યુરોપમાં ફે લાઈ, લોકોની નીતિ સુધારવા ખાતર કેટલીક નવલકથાઓ લખી કે જ ેને અડી શકે એવાં પુસ્તકો યુરોપમાં બહુ થોડાં ગણાય છે. આ બધાં પુસ્તકોમાં તેણે એટલા બધા આગળ પડતા વિચારો બતાવ્યા છે કે તે ઉપરથી રશિયાના પાદરીઓ ટૉલ્સ્ટૉય ઉપર નારાજ થયા. તેને નાતબહાર કાઢ્યો. આ બધાની તેણે દરકાર નહીં કરતાં પોતાનો પ્રયત્ન જારી રાખ્યો, અને પોતાના વિચારો ફે લાવવા લાગ્યો. પોતાનાં લખાણની અસર પોતાના મન ઉપર પણ ઘણી થઈ. પોતાની મિલકત બધી છોડી દીધી અને ગરીબાઈ પકડી. હાલ ઘણાં વર્ષો થયાં પોતે

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

એક ખેડૂત તરીકે રહે છે. જાતમહે નતથી પેદા કરે તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે, વ્યસનમાત્ર છોડી દીધાં છે, ખોરાક પણ પોતાનો બહુ સાદો છે, અને મનથી, વચનથી કે ૧૮૨૮-૧૯૧૦; કાયાથી કોઈ જીવને વિશ્વવિખ્યાત રશિયન લેખક. ગાંધીજી પર સૌથી વધુ અસર નુકસાન કરવું એ પાડનારું પુસ્તક 'ધ કિંગ્ડમ ઑફ ગોડ વિધિન યૂ’ના લેખક. તેનાથી થતું જ નથી. નિરં તર સારાં કામમાં અને ઈશ્વરની સ્તુતિ કરવામાં વખત ગાળે છે, તે એમ માને છે કે, ૧. દુનિયામાં માણસોએ દોલત એકઠી કરવી નહીં જોઈએ. ૨. ગમે તેટલું બીજો માણસ ભૂંડુ ં કરે તોપણ આપણે તેનું ભલું કરવું જોઈએ. એ ઈશ્વરી ફરમાન છે, તેમ નિયમ પણ છે. ૩. લડાઈ કરવામાં કોઈએ ભાગ લેવો નહીં જોઈએ. ૪. રાજ્યસત્તા ભોગવવી એ પાપ છે. અને તેથી કરી દુનિયામાં ઘણાં દુઃખો પેદા થાય છે. ૫. માણસ પોતાની પોતાના કર્તાની તરફની ફરજ બજાવવાને પેદા થયેલો છે, એટલે તેના હક કરતાં તેની ફરજ ઉપર તેણે વધારે ધ્યાન આપવું જોઈએ. ૬. માણસનો ખરો ધંધો તે ખેતી છે અને મોટાં શહે રો વસાવવાં, તેમાં લાખો માણસોને સંચાકામ વગેરેમાં ગોઠવવાં અને તેવાઓની ગુલામગીરી અથવા તો ગરીબાઈનો લાભ લઈ થોડા માણસોએ અમીરાત ભોગવવી એ ઈશ્વરી નિયમથી ઊલટુ ં છે. 329


ઉપલા વિચારો ઘણી ખૂબીભરે લી રીતે જુ દા જુ દા ધર્મોમાંથી દાખલાઓ શોધી અને જૂ નાં પુસ્તકો ઉપરથી સાબિત કર્યા છે. હાલ ટૉલ્સ્ટૉયના નિયમ પ્રમાણે ચાલનારા હજારો માણસો યુરોપમાં વસે છે. એવા માણસોએ પોતાનું સર્વસ્વ છોડી દઈ ઘણી સાદી જિંદગી કબૂલ કરી છે. પોતે રશિયન હોવા છતાં રશિયા અને જાપાનની લડાઈ ઉપર રશિયા વિરુદ્ધ ઘણાં કડવાં અને સખત લખાણો લખ્યાં છે. પોતે રશિયાના શહે નશાહ ઉપર

બહુ અસરકારક અને તીખો કાગળ લડાઈના સંબંધમાં લખ્યો છે. તેની ઉપર જ ે અમલદારો સ્વાર્થીલા છે તેઓ બહુ કડવી નજર રાખે છે, છતાં તેઓ અને ઝાર સુધ્ધાં તેનાથી ડરીને ચાલે છે, અને તેને માન આપે છે. લાખો ગરીબ ખેડૂતો તેનું વચન પડે તેવું ઝીલી લે છે, એવો તેની ભલમનસાઈ અને ઈશ્વરી જિંદગીનો પ્રતાપ છે. [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, ૨–૯–૧૯૦૫ o

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર : કે ળવણીનો સાગર પ્રજાની ચડતીપડતીનો આધાર તેના મહાન પુરુષો

ઉપર રહે છે. જ ે લોકોમાં સારા માણસો પેદા થાય તેમાં તેવા માણસોની છાપ પડ્યા વિના રહે તી નથી. બંગાળમાં જ ે વિશેષપણું જોવામાં આવે છે તેનાં કારણોમાંનું મુખ્ય કારણ એ છે કે બંગાળમાં બહુ મહાન પુરુષો ગઈ સદીમાં પેદા થયેલા. રામમોહન રાયથી1 લઈને એક પછી એક વીર પુરુષોએ બંગાળની સ્થિતિ બીજા પ્રાંતો કરતાં વધારે ચડતી કરી મૂકી છે. આ બધામાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મોટો હતો એમ કહી શકાય છે. વિદ્યાસાગર એ ઈશ્વરચંદ્રનો ઈલકાબ હતો. તેની સંસ્કૃત વિદ્યા એવી સરસ હતી કે તેને વિદ્યાનો દરિયો એટલે સાગર એવું ઉપનામ કલકત્તાના શાસ્ત્રીઓએ આપ્યું. પણ ઈશ્વરચંદ્ર તે માત્ર વિદ્યાનો સાગર ન હતો, તે દયાનો, ઉદારતાનો તથા ઘણા સદ્ગુણોનો સાગર હતો. તે હિં દુ હતો અને તેમાં બ્રાહ્મણ. પણ તેને મન બ્રાહ્મણ અને શૂદ્ર, હિં દુ અને મુસલમાન સરખા હતા. જ ે કંઈ સારાં કામ 1. એક મહાન સામાજિક અને ધાર્મિક સુધારક, બ્રહ્મસમાજના સ્થાપક, જ ેમણે સતીપ્રથા નાબૂદીમાં ફાળો આપ્યો અને કેળવણીના પ્રચાર માટે અથાગ પરિશ્રમ કર્યો.

330

કરવાં હોય તેમાં તેને ઊંચનીચનો ભેદ ન હતો. પોતાના પ્રોફે સરને કૉલેરા થયો ત્યારે તેણે જાતે તેની ચાકરી કરી. પ્રોફે સર ગરીબ હતા તેથી પોતાના ખરચે દાક્તરો લાવ્યો. અને ૧૮૨૦-૧૮૯૧; કેળવણીકાર અને પ્રોફે સરનાં વિષ્ટામૂતર સમાજસુધારક. પોતે ઉપાડ્યાં. ચંદ્રનગરમાં2 ગરીબ મુસલમાનોને કુ લચી અને દહીં પોતે ખરીદ કરી જમાડતો અને જ ેને પૈસાની મદદ જોઈએ તેને પૈસા આપતો. રસ્તામાં કોઈ પાંગળા કે દુઃખી માણસને જોય તો તેને પોતાને ઘેર લઈ જઈ પોતે તેની સારવાર કરતો. પારકાને દુઃખે દુઃખ ને પારકાને સુખે સુખ માનતો. પોતે જાતે અત્યંત સાદો હતો. શરીરે એક જાડાં કપડાંની ધોતી તથા અંગે ઓઢવાની તેવી શાલ તથા સપાટ એટલો તેનો પોષાક હતો. એવો પોષાક પહે રી 2. પશ્ચિમ બંગાળમાં આવેલું તે વખતનું ફ્રેન્ચ સંસ્થાન.

[ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


પોતે ગવર્નરોને મળતો અને એવો જ પોષાક પહે રી ગરીબોને આવકાર આપતો. એ માણસ ખરે ખરો ફકીર અથવા સંન્યાસી કે યોગી હતો. તેની જિંદગીનો વિચાર કરવો આપણને બધાને છાજ ે છે. ઈશ્વરચંદ્ર મીદનાપુર તાલુકા1માં એક નાના ગામમાં ગરીબ માબાપને ત્યાં જન્મ્યો હતો. તેની મા બહુ સાધ્વી હતી, અને તેની માના ગુણો ઘણા ઈશ્વરચંદ્રને વારસામાં ઊતર્યા હતા. તેનો બાપ થોડુ ં અંગ્રેજી તે વખતે જાણતો અને પોતાના દીકરાને વધારે જ્ઞાન આપવાનો તેણે વિચાર કર્યો. ઈશ્વરચંદ્રે પાંચ વર્ષની ઉંમરે કેળવણી શરૂ કરી. આઠ વર્ષની ઉંમરે તેને ૬૦ માઈલ ચાલીને કલકત્તે જવું પડ્યું. ત્યાં સંસ્કૃત કૉલેજમાં દાખલ થયો. રસ્તામાં ચાલતાં માઈલની નિશાનીઓ આવતી તેને જોઈને તેણે અંગ્રેજી આંકડા યાદ રાખ્યા એવી તેની અદ્ભુત યાદદાસ્ત હતી. સોળ વર્ષની ઉંમરે તેણે ઘણો ઉત્તમ સંસ્કૃત અભ્યાસ કર્યો અને તેને સંસ્કૃત શીખવવાની નોકરી મળી. એક પછી એક પગથી ચડી છેવટે જ ે કૉલેજમાં પોતે ભણ્યો તે કૉલેજમાં પોતે પ્રિન્સિપાલ થયો. સરકાર તેને અત્યંત માન આપતી. પણ પોતે સ્વતંત્ર મિજાજનો હોવાથી તેનાથી કેળવણીના વડાની બરદાસ્ત ન થઈ શકી તેથી તેણે રાજીનામું આપ્યું. બંગાળના લેફ્ટનન્ટ ગવર્નર સર ફ્રેડરિક હે લીડેએ તેને બોલાવી રાજીનામું ખેંચી લેવા કહ્યું. પણ ઈશ્વરચંદ્રે તેમ કરવા ચોખ્ખી ના પાડી. આમ નોકરી છોડ્યા પછી ઈશ્વરચંદ્રની મોટાઈ ને માણસાઈ ખરે ખર ખીલ્યાં. તેણે જોયું કે બંગાળી ભાષા ઘણી સરસ છે પણ તેમાં નવાં લખાણો ન હોવાથી ગરીબડી લાગે છે. તેથી તેણે બંગાળી પુસ્તકો રચવાં શરૂ કર્યાં. ઘણાં જોરાવર પુસ્તકો તેણે લખ્યાં છે અને બંગાળી ભાષા અત્યારે આખા હિં દુસ્તાનમાં ખીલી રહી છે તથા બહુ ફે લાવો પામી છે તેનું મુખ્ય કારણ વિદ્યાસાગર છે. પણ ચોપડીઓ લખવી એટલું બસ નથી એમ પણ તેણે જોયું. તેથી તેણે નિશાળો સ્થાપી. કલકત્તામાં

મૅટ્રો પોલિટન કૉલેજ છે તેના સ્થાપનાર તે વિદ્યાસાગર. તે ચલાવનારા બધા દેશીઓ છે. જ ેમ ઊંચી કેળવણીની જરૂર છે તેમ જ સાધારણ કેળવણીની જરૂર છે એવું વિચારી તેણે ગરીબોને સારુ નિશાળો સ્થાપી. આ કામ બહુ મોટુ ં હતું. તેમાં તેને સરકારની મદદની જરૂર હતી. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે સરકાર ખર્ચ આપશે. વાઇસરૉય લૉર્ડ એલનબરો2 તેથી વિરુદ્ધ હતો. તેથી વિદ્યાસાગરે મોકલેલાં બિલ પસાર નહીં થયાં. લેફ્ટનન્ટ ગવર્નર બહુ દિલગીર થયા ને ઈશ્વરચંદ્રને તેની ઉપર દાવો બાંધવાની સૂચના કરી. બહાદુર ઈશ્વરચંદ્રે જવાબ આપ્યો, “સાહે બ, હં ુ મારે સારુ ઇનસાફ લેવા કદી અદાલતમાં ગયો નથી તો તમારી ઉપર ફરિયાદ કરવા હં ુ જાઉં એ બને જ કેમ?” એ વખતે બીજા ગોરાઓ ઈશ્વરચંદ્રને મદદ કરતા. તેઓએ તેને પૈસા સંબંધી મદદ સારી કરે લી. પોતે બહુ શાહુકાર ન હોવાથી ઘણી વખત બીજાઓનાં દુઃખ કાપતાં પોતે કરજમાં આવી પડતો, છતાં તેણે જાહે ર ખરડો કરવાની સૂચના થયેલી તે નહીં સ્વીકારી. આ પ્રમાણે ઊંચી તથા સાધારણ કેળવણીને સારા પાયા પર મૂકી તેથી સંતોષ નહીં પામ્યો. તેણે જોયું કે સ્ત્રીકેળવણી વિના છોકરાઓને કેળવણી આપવી

1. પશ્ચિમ બંગાળમાં.

2. ભારતનો ગવર્નર જનરલ, ૧૮૪૧થી ૧૮૪૪.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

પોતે જિંદગીનો ભય નહીં રાખ્યો. સરકારની પાસે વિધવાવિવાહ એ કાયદેસર છે એવો કાયદો પસાર કરાવ્યો. ઘણા માણસોને સમજાવ્યા ને મોટા માણસોની બાળવિધવા દીકરીઓનાં લગ્ન કરાવ્યાં. પોતાના દીકરાને એક ગરીબ વિધવા છોકરીની સાથે વિવાહ કરવામાં પોતે ઉત્તેજન આપ્યું

331


એ બસ નથી. મનુમાંથી તેણે એક શ્લોક શોધ્યો તેમાં એમ લખેલું છે કે સ્ત્રીઓને કેળવણી આપવી એ ફરજ છે. એનો ઉપયોગ કરી પોતે તે બાબત પુસ્તક લખ્યું અને બેથ્યુન સાહે બની સાથે રહી સ્ત્રીઓને કેળવણી આપવા સારુ બેથ્યુન કૉલેજ સ્થાપી. કૉલેજ સ્થાપવા કરતાં તેમાં સ્ત્રીઓને લાવવી એ મુશ્કેલ હતું. પોતે સાધુ જિંદગી ભોગવતો અને બહુ વિદ્વાન હતો. તેથી સૌ તેને માન આપતા. આ ઉપરથી તે મોટા માણસોને મળ્યો અને તેઓને પોતાનાં બૈરાંઓને શીખવા મોકલવા સમજાવ્યું. આમ કરવાથી મોટા માણસની દીકરીઓ જવા લાગી. આજ ે એ કૉલેજમાં ઘણી નામાંકિત, હોંશિયાર ને સતી સ્ત્રીઓ છે તે એટલે સુધી કે તેઓ તેનો રાજ્યકારભાર ચલાવી શકે છે. આટલાથી તેને સંતોષ નહીં થયો તેથી તેના અંગમાં નાની છોકરીઓને સાધારણ કેળવણી આપવાની નિશાળો સ્થાપી. તેમાં છોકરીઓને લૂગડાંલત્તાં, ખાવાપીવાનું અને ચોપડીઓ સુધ્ધાં આપ્યાં. પરિણામે હાલ કલકત્તામાં હજારો વિદ્વાન સ્ત્રીઓ જોવામાં આવે છે. કેળવણી આપનારાની ખામી હતી તે પૂરી પાડવા સારુ પોતે મહે તાજીઓ તૈયાર કરવાની નિશાળો કાઢી. હિં દુ વિધવા સ્ત્રીઓની સ્થિતિ ઘણી દયામણી પોતે જોઈ તેથી તેણે વિધવાવિવાહનો ઉપદેશ શરૂ કર્યો, પુસ્તકો લખ્યાં, ભાષણો કર્યાં. બંગાળના બ્રાહ્મણો તેની સામા થયા તેની દરકાર ન કરી. તેને મારવાને માણસો ઊભા થયા. પોતે જિંદગીનો ભય નહીં રાખ્યો. સરકારની પાસે વિધવાવિવાહ એ કાયદેસર છે એવો કાયદો પસાર કરાવ્યો. ઘણા માણસોને સમજાવ્યા ને મોટા માણસોની બાળવિધવા દીકરીઓનાં લગ્ન કરાવ્યાં. પોતાના દીકરાને એક ગરીબ વિધવા છોકરીની સાથે વિવાહ કરવામાં પોતે ઉત્તેજન આપ્યું.

કુ લીન બ્રાહ્મણો ઘણી સ્ત્રીઓ કરતા. તેઓને ૨૦ ઓરતો પરણતાં શરમ ન થતી. આવી સ્ત્રીઓનાં દુઃખ જોઈ ઈશ્વરચંદ્ર રડતો અને આ દુષ્ટ રિવાજ બંધ કરવાને જિંદગી પર્યંત મહે નત કરી. બરદ્વાનમાં મલેરિયાની બીમારીથી હજારો ગરીબો દુઃખી થતા જોયા. તેથી પોતાને ખરચે દાક્તર રાખી પોતે જાતે દવા આપતો. ગરીબોને ઘેર જઈ તેઓને મદદ પહોંચાડતો. આમ બે વર્ષ સુધી પોતે નિરં તર મહે નત કરી. સરકારની મદદ મેળવી બીજા દાક્તરો મગાવ્યા. આ ચાકરી કરતાં તેણે ઔષધી–જ્ઞાનની જરૂર જોઈ. તેથી હોમિયોપથીનો અભ્યાસ કર્યો. તેમાં કુ શળતા મેળવી પોતે દવા આપતો. ગરીબોને મદદ કરવા લાંબો પંથ કરવો પડે તેની તેને દરકાર ન હતી. મોટા રાજાઓની ભીડ માંગવામાં પણ પોતે જબરો હતો. કોઈ રાજાઓની ઉપર ગેર–ઇનસાફ થાય અથવા તે ગરીબાઈમાં આવી પડે તો પોતાની વગથી, પોતાના જ્ઞાનથી ને પૈસાથી તેઓનાં દુઃખ ભાંગતો. આમ કરતો કરતો વિદ્યાસાગર ૭૦ વર્ષની ઉમરે ૧૮૯૦ની સાલમાં મરણ પામ્યો. દુનિયામાં એવા માણસો થોડા થયા છે. એમ કહે વાય છે કે જો ઈશ્વરચંદ્ર યુરોપની પ્રજામાં જન્મ્યો હોત તો જ ેમ નેલસનને સારુ અંગ્રેજી પ્રજાએ જબરો સ્તંભ ખડો કર્યો છે તેમ ઈશ્વરચંદ્રની પાછળ થાત. બંગાળી પ્રજાના મોટાનાના, ગરીબતવંગર બધાનાં હૃદયમાં ઈશ્વરચંદ્રનો સ્તંભ સ્થપાયેલો પડ્યો છે. હવે આપણે સમજી શકશું કે બંગાળ કેમ હિં દુસ્તાનના બીજા ભાગને શીખવે છે. [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, ૧૬–૯–૧૯૦૫ o

332

[ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


જ્યૉર્જ વૉશિંગ્ટન : અમેરિકાના સ્વરાજ સ્થાપક અંગ્રેજી ભણનારાઓ ચોપડીઓમાં શીખી ગયા છે તથા

કે એક દહાડો જ્યૉર્જે પોતાના બાપનું વહાલું બોરનું ઝાડ હતું તે રમતમાં કાપી નાખ્યું. તેના બાપે જ્યારે પોતાના ઝાડની આવી હાલત જાઈ ત્યારે જ્યૉર્જેને સવાલ પૂછ્યો. જ્યૉર્જે જવાબ આવ્યો, “બાપા, મારાથી ખોટુ ં તો નહીં જ બોલાય. એ ઝાડ મેં કાપ્યું છે.” બાપે સવાલ ખીજવાઈને પૂછ્યો હતો પણ જ્યારે આવો ખુલ્લો જવાબ રોતી આંખે જ્યૉર્જે આપ્યો ત્યારે બાપ ખુશી થયો ને ગુનો દરગુજર કર્યો. આ વખતે જ્યૉર્જ બહુ બાળક હતો. આમ જ ે છોકરાના મનમાં સત્યતાની ટેક ઠસી રહી હતી તે છોકરો પંચાવન વર્ષની ઉમરે અમેરિકા, જ ે આજ પૃથ્વીમાં ગાજી રહ્યું છે, તેનો પહે લો પ્રેસિડેન્ટ થયો. જ્યારે તેને પ્રમુખપદ મળ્યું ત્યારે લોકો તેને રાજા બનાવવા તથા મુગટ પહે રાવવા તત્પર હતા. પણ તેણે તેવી વાતને તરછોડી કાઢી. આ જ્યૉર્જ વૉશિંગ્ટન તે એક પૈસાદાર કુ ટુબ ં માં વરજિનિયા તાલુકામાં વેસ્ટ મોરલાંડ શહે રમાં સને ૧૭૩૨ના ફે બ્રુઆરીની ૨૨મી તારીખે જન્મ્યો હતો. તેના પહે લાં ૧૬ વર્ષની તવારીખની કોઈને પૂરી ખબર નથી. ૧૬ વર્ષની ઉંમર સુધીમાં તેણે માત્ર જૂ જ અભ્યાસ કરે લો. ત્યાર બાદ તેને એક એસ્ટેટનો ઉપરી નીમવામાં આવ્યો હતો. તે અરસામાં તેણે પોતાની ચાલાકી તથા બહાદુરી બતાવવા માંડી. તે એટલે સુધી કે ૨૩ વર્ષની ઉંમરે તેને વરજિનિયાની ફોજનો વડો અમલદાર નીમવામાં આવ્યો. આ વખતે ઉત્તર અમેરિકા ઇંગ્લંડના તાબામાં હતું. પણ અમેરિકાના માણસો વચ્ચે તથા ઇંગ્લંડ વચ્ચે તકરારો ચાલ્યા કરતી. કેટલાક કરો અમેરિકામાં નાંખેલા તે લોકોને પસંદ નહીં પડ્યા. આ વખતે બીજી ઈજાઓ પણ હતી. તેથી છેવટે બન્ને અમેરિકાના લોકો તથા ઇંગ્લંડ વચ્ચે એટલાં ખાટાં મન થયાં કે લડાઈ શરૂ થઈ. અંગ્રેજી લશ્કરો કવાયત શીખેલ

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

તૈયાર હતાં. અમેરિકાના લોકો બિચારા ગામડિયા હતા. હથિયારનો ઉપયોગ પૂરો જાણતા નહીં. લશ્કરમાં રહી નિયમસર કામ કરવું ને મુસીબતો ભોગવી એથી તેઓ ૧૭૩૨-૧૭૯૯; અમેરિકાના પ્રથમ પ્રમુખ. બિનવાકેફ હતા. આવા માણસોને હાથ રાખવા ને તેવાઓની મારફતે કામ લઈ અમેરિકાને સ્વતંત્ર કરવું તથા અંગ્રેજી ધોંસરીમાંથી નીકળવું એ કામ વૉશિંગ્ટન ઉપર આવી પડ્યું. લોકોએ તેને વડો અમલદાર નીમ્યો. તેણે કહ્યું કે, “હં ુ બિલકુ લ લાયક નથી છતાં મને નીમો છો તો હં ુ લોકોની સેવા કરવા ખાતર વગર પગારે તે હોદ્દો લઉં છુ .ં ” આવા જ શબ્દો તેણે પોતાના ખાનગી મિત્રોને લખેલા એટલે એ કંઈ માત્ર કહે વાની વાત ન હતી, પણ પોતે માનતો કે પોતામાં પૂરી તાકાત નથી. છતાં જ્યારે તેના હાથમાં જવાબદારી આવી પડી ત્યારે તેણે દરે ક જોખમ સહન કરી રાતદહાડો કામ કરી લોકોનાં મન ઉપર એવી છાપ પાડી કે લોકો તેના બોલ ઝીલી લેતા અને તે જ ે કહે તે જોખમ સહન કરતા. પરિણામે અંગ્રેજી લશ્કરોએ હાર ખાધી અને અમેરિકા સ્વતંત્ર થયું. આમ થયું કે તરત વૉશિંગ્ટને પોતાનો હોદ્દો છોડી દીધો. પણ લોકોના હાથમાં હીરો મળ્યો હતો તે તેઓ જતો કરે તેમ ન હતા. તેથી અમેરિકામાં સ્વરાજ્ય સ્થપાયું ને જ્યૉર્જ વૉશિંગ્ટનને ૧૭૮૭ની સાલમાં અમેરિકાનો પહે લો પ્રેસિડેન્ટ બનાવ્યો. જ્યારે પોતે આ મહાન પદવી હાથમાં લીધી ત્યારે પણ કોઈ દિવસ પોતાનો સ્વાર્થ સાધવાનો વિચાર નહીં કર્યો. લડાઈને અંતે પોતાનાં ખીસાં ભરનારા ઢોંગી દેશાભિમાની માણસ હં મેશાં તૈયાર થાય છે. આ 333


બધાને વૉશિંગ્ટનથી દબાઈને રહે વું પડતું હતું. ૧૮૯૨–૯૩1ની સાલમાં વૉશિંગ્ટનની ફરી ચૂંટણી થઈ. તેની કારકિર્દીમાં જ ેમ તેણે લડાઈમાં શૂરવીરપણું બતાવ્યું તેમ દેશમાં સુધારા કરવામાં, લોકોને એકઠા રાખવામાં ને દેશની આબરૂ વધારવામાં બતાવ્યું. એક લખનાર લખી ગયો છે કે “વૉશિંગ્ટન લડાઈમાં પહે લો હતો, તેમ જ સુલેહમાં પહે લો હતો ને લોકોના અંતઃકરણમાં તે સર્વોપરી જગ્યા રોકતો.” તેને ત્રીજી વખતે પ્રેસિડેન્ટની પદવી આપવાનો આગ્રહ કર્યો. પણ તેણે તે પદવી લેવા ના પાડી ને પોતાની એસ્ટેટમાં જઈ રહ્યો. આ વીર પુરુષ ૧૭૯૯ના ડિસેમ્બરની ૧૪મી તારીખે અકસ્માત માંદગીથી મરણ પામ્યો. તે કદે બહુ ઊંચો હતો. છ ફૂટ ત્રણ ઇંચ તેની ઊંચાઈ ગણાય છે. તેના હાથ એવા જબરજસ્ત હતા કે એટલા મોટા તેના વખતમાં બીજા કોઈના નહીં હતા. તે સ્વભાવે હં મેશાં નમ્ર તથા માયાળુ હતો. તેની દેશદાઝથી અમેરિકા આજ ે આટલી પાયરીએ ચડ્યું

દરેક જોખમ સહન કરી રાતદહાડો કામ કરી લોકોનાં મન ઉપર એવી છાપ પાડી કે લોકો તેના બોલ ઝીલી લેતા અને તે જે કહે તે જોખમ સહન કરતા. પરિણામે અંગ્રેજી લશ્કરોએ હાર ખાધી અને અમેરિકા સ્વતંત્ર થયું. આમ થયું કે તરત વૉશિંગ્ટને પોતાનો હોદ્દો છોડી દીધો. પણ લોકોના હાથમાં હીરો મળ્યો હતો તે તેઓ જતો કરે તેમ ન હતા

છે. ને વૉશિંગ્ટનનું નામ જ્યાં સુધી અમેરિકા નભે છે ત્યાં સુધી નભ્યા જ કરશે. ભલે એવા વીર પુરુષ હિં દ પણ જણે એમ લખનાર ઇચ્છે છે. [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, ૩૦–૯–૧૯૦૫

1. આ સાલમાં ચોખ્ખી ભૂલ છે. ૧૭૯૨–૯૩ જોઈએ. o

દાક્તર બરનાર્ડો : લોકસેવાનો સ્તંભ ...દાક્તર બરનાર્ડો એ નમાબાપના છોકરાનો બાપ ગણાતો હતો. પોતાની જિંદગીની શરૂઆતમાં દાક્તર બરનાર્ડો માબાપ વિનાનાં છોકરાંઓને જોઈ બહુ નિરાશ થતો. પણ એની પાસે કંઈ સાધન નહીં હતાં. પોતે ગરીબ માણસ હતો, છતાં તેનો વિચાર એવો થયો કે માબાપ વિનાનાં છોકરાંને ઉછેરવાં અને તેમાંથી પોતાનું ભરણપોષણ પણ કરવું. આપણે માણસ “એરણની ચોરી સોયનું દાન” એ કહે વત પ્રમાણે પ્રથમ પૈસા ખૂબ કમાઈને પાછળથી તેનો સારો ઉપયોગ કરવા ઇચ્છીએ છીએ. એમ કરતાં કરતાં ઘણાઓની જિંદગી પણ ચાલી જાય છે. બીજા કેટલાક જ્યારે પૈસા કમાય છે ત્યારે મનની સાથે કરે લો નિશ્ચય ભૂલી 334

જાય છે. અને વળી કેટલાક જ્યારે પૈસો કમાય છે ત્યારે તેનો ખરો ઉપયોગ શો કરવો તે સમજી નથી શકતા તેથી તે પૈસો જ્યાં ત્યાં વાપરી સંતોષ માને છે કે સારા કામમાં વાપર્યો. ૧૯૪૫-૧૯૦૫; અનાથ બાળકોને છત્રછાયા જાતે કંઈ કામ ન કરે લું આપનાર. પરગજુ દાક્તર. હોય તેથી તેનો સદુપયોગ પોતે નથી કરી શકતા. આ બધું બુદ્ધિમાન દાક્તર બરનાર્ડોએ જોયેલું તેથી તેણે વિચાર્યું કે મારું [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


મન ચોખ્ખું છે. મારો વિશ્વાસ કરી જ ેઓ મને પૈસો આપશે તેઓ જાણશે કે મારું પેટ પણ મારે તેમાંથી ભરવું જોઈશે. પણ જો હં ુ માબાપ વિનાનાં છોકરાં ઉછેરીશ તો તેઓની આંતરડી દુવા દેશે. ને લોકો પણ જોઈ શકશે કે મારો વિચાર પૈસા એકઠા કરવાનો નથી. આવો વિચાર મનની સાથે કરી આ બહાદુર દાક્તરે ઝંપલાવ્યું. અને લંડનમાં સ્ટીવની કોઝવેમાં પહે લું મકાન ખોલ્યું. પ્રથમ તો માણસો સામે થયા. ને સૌ કહે વા લાગ્યા કે આ તો એક લોકોને છેતરી પૈસા કમાવાનો રસ્તો શોધ્યો. દાક્તર બરનાર્ડો તેથી નિરાશ નહીં થયો. જ ેઓ તેનો વિશ્વાસ કરતા તેઓની પાસેથી પોતે પૈસા લેવા લાગ્યા. ધીમે ધીમે છોકરાંઓ ભેળાં થવા લાગ્યાં. તેઓ રખડુ થવાને બદલે ભણ્યાં તથા મહે નતુ પ્રમાણિક થયાં ને ધંધે વળગ્યાં. આ પ્રમાણે જ ેટલાં છોકરાં તૈયાર થયાં તે બધાં દાક્તર બરનાર્ડોના હોમને જાહે ર કરનારાં થયાં. તે છોકરાંઓએ જોયું કે પોતાનાં માબાપ કરતાં દાક્તર બરનાર્ડો તેઓની માવજત પોતે જાતે વધારે કરતો. દાક્તરે આવાં ઘરો વધાર્યાં. અને છેવટે લંડનની નજીક છ માઈલ દૂર એક જંગલમાં ગામડુ ં વસાવ્યું. તેમાં સરસ મકાનો, દેવળો વગેરે બાંધ્યાં ને તે જગ્યા હાલ એવી પ્રખ્યાત થઈ છે કે ઘણા માણસો ત્યાં જાત્રા કરવા જતા હોય તે જોવા જાય છે. તેની પ્રખ્યાતિ એટલી જામી છે કે દુનિયાના ઘણા ભાગમાં આવી જાતનાં મકાનો બંધાયાં છે. દાક્તર બરનાર્ડોએ પોતે પોતાની જિંદગીમાં ૫૫,૦૦૦ છોકરાંઓને આ પ્રમાણે ઉછેર્યાં છે. કેટલાંક દુષ્ટ માબાપો આ સગવડનો ગેરલાભ પણ લે છે. પોતે પોતાનાં છોકરાંઓને રાતવરત દાક્તર બરનાર્ડોના વાડામાં ફેં કી જાય છે. આથી પણ દાક્તર બરનાર્ડો હારી નહીં જતાં છોકરાંઓની સંભાળ રાખી ઉછેરતો અને જ્યારે તેવાં માબાપ પોતાનાં છોકરાંને પાછાં માગે ત્યારે સોંપી દેતો. દર વર્ષે આ છોકરાંઓનો

“એરણની ચોરી સોયનું દાન” એ કહેવત પ્રમાણે પ્રથમ પૈસા ખૂબ કમાઈને પાછળથી તેનો સારો ઉપયોગ કરવા ઇચ્છીએ છીએ. એમ કરતાં કરતાં ઘણાઓની જિંદગી પણ ચાલી જાય છે. બીજા કેટલાક જ્યારે પૈસા કમાય છે ત્યારે મનની સાથે કરેલો નિશ્ચય ભૂલી જાય છે

મેળો લંડનમાં મોટા આલ્બર્ટ હૉલમાં ભરાય છે. તે પૈસા આપી જોવા હજારો માણસો વર્ષોવર્ષ જાય છે. દાક્તરના મરણ પછી એવા ખબર આવ્યા છે કે તેણે પોતાની જિંદગીનો વીમો પાઉંડ ૭૦,૦૦૦નો ઊતરાવ્યો હતો. પોતાના વિલમાં પોતે લખી ગયો છે કે આ બધા પૈસા તેણે સ્થાપેલાં મકાનોને ચલાવવામાં વાપરવા. આવો એ મહા પુરુષ દાક્તર બરનાર્ડો હતો. પોતે ધાર્મિક માણસ હતો. અને અત્યંત દયાળુ હતો. વીમો ઊતરાવવો વગેરે વિચારો આપણા ધાર્મિક મતથી જુ દા પડે તેવા છે, છતાં આપણે કબૂલ કરવું જોઈએ કે આ પ્રમાણે પશ્ચિમના રિવાજ મુજબ દાક્તરે કર્યું તેમાં ડહાપણ વાપર્યું છે. એક માણસ ગરીબ હોઈ પોતાના ઉત્સાહથી ને પોતાની દયાના જોરથી કેટલું કરી શકે છે તેનો આ જમાનાનો ઘણો સરસ દાખલો દાક્તર બરનાર્ડોએ આપ્યો છે. [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, ૭–૧૦–૧૯૦૫ o

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

335


સર હે નરી લૉરે ન્સ : સમર્પિત રાજનીતિજ્ઞ આ મહાન પુરુષ ૧૮૦૬ના જૂ નની ૨૮મી તારીખે

સિલોનમાં જન્મ્યો હતો. તે મથુરા શહે રમાં જન્મેલો, તેથી તેની માએ તેને મશ્કરીમાં “મથુરાનો હીરો” એમ નામ આપ્યું અને તે ખરે ખરો હીરો જ નીવડ્યો. ૧૮૨૩ની સાલમાં તે કલકત્તે આવ્યો ને બેંગાલ આર્ટિલરીમાં તેને નોકરી મળી. પહે લું જવાબદારીનું કામ તેને બરમાની પહે લી લડાઈમાં2 મળ્યું. આ લડાઈની અંદર પોતે પોતાની ફરજ બજાવતાં માંદો પડ્યો અને વિલાયત જવું પડ્યું. ત્યાં રમતગમતમાં વખત ગાળવાને બદલે તેણે અભ્યાસમાં વખત ગુજાર્યો. ૧૮૩૦ની સાલમાં તે પાછો હિં દુસ્તાનમાં આવ્યો અને પોતાની પલટણમાં દાખલ થયો. તે વખતે તેણે હિં દુસ્તાની તથા ફારસીનો અભ્યાસ કર્યો. પોતે પોતાનો ખાનગી વખત એકાંતમાં ગાળતો, આનું એક કારણ એ હતું કે પોતાની માને સારુ બની શકે એટલા પૈસા બચાવવા. તેને આવા વખતે મોટી જવાબદારીની નોકરી મળી. ઇંગ્લંડમાં પોતાની માંદગીને વખતે જ ે શીખેલ હતો તેનો પૂરતો ઉપયોગ કર્યો. વાયવ્ય પ્રાંતમાં લોકની ઉપર કર નાખવાની બાબતમાં તેને માપણીનું કામ સોંપવામાં આવ્યું. લૉરે ન્સની ખરી ખૂબીઓ આ વેળા જોવામાં આવી. પોતે લડવૈયો હતો, છતાં તેનું હૈ યું ઘણું નરમ તથા દયાવાળું હતું. માપણીનું કામ કરતાં ગરીબ લોકોના સંબંધમાં આવવાનું બન્યું. આથી તે રૈ યતની લાગણી, તે રૈ યતના રિવાજો સમજી શક્યો. લોકોના જ ેવો થઈને તેઓની સાથે હળતો–ભળતો. પોતે અત્યંત મહે નતુ તથા ખંતીલો હતો તેથી તેના તાબાના આળસુ માણસો તેનો દ્વેષ કરતા. માણસો કામ ન કરે તો તેની ઉપર સખતાઈ વાપરતાં તે અચકાતો નહીં. તે જ વખતે એક માપણીવાળાએ મોટી ભૂલ કરી તેથી તેની ભૂલ સુધારવાને સારુ પાછો જવાનો હુકમ કર્યો. જ્યાં જવાનું હતું તે જગ્યા 1

1. દક્ષિણ સિલોનનું એક બંદર. 2. ૧૮૨૪–૨૬.

336

દશ માઈલ છેટી હતી. તેથી માપણીદારે જવામાં આનાકાની કરી. આ ઉપરથી તેને ડોળીમાં બેસાડીને મોકલ્યો. પોતે હઠીલો હતો તેથી આમ છતાં કામ કરવાની ના પાડી. ૧૮૦૬-૧૮૫૭; બ્રિટિશ શાસિત એટલે લૉરે ન્સે એક ભારતના રાજનીતિજ્ઞ. આંબાના ઝાડની ઉપર તેને બેસાડ્યો અને નીચે ખુલ્લી તલવારથી બે માણસોને ઊભા રાખ્યા. માપણીદાર જ્યારે ભૂખ્યો તથા તરસ્યો થયો ત્યારે લૉરે ન્સ સાહે બની માફી માંગી. કામ કરવાની હા પાડી અને નીચે ઊતરવા પરવાનગી મગાવી. આ માણસ પોતાની ખોટ ભૂલી ગયો અને ત્યાર પછી લૉરે ન્સના તાબામાં બહુ સારું કામ કરવા લાગ્યો. આપણે સાંભળ્યું છે કે આગળના જમાનામાં એક ભાઈ બીજા ભાઈને સારુ, મિત્ર મિત્રને સારુ, મા દીકરાને સારુ, દીકરા માબાપને સારુ, સ્ત્રી પુરુષને સારુ પ્રાણ દેવા તૈયાર થતાં, આવું લૉરે ન્સે આ જમાનામાં કરી બતાવ્યું છે. અફઘાનિસ્તાનની લડાઈમાં તેનો મોટો ભાઈ પકડાયો હતો. પઠાણ સરદારે તેને થોડા દિવસની રજા આપી હતી. રજા પૂરી થયે પાછો જવાને તે બંધાયેલો હતો, તેની નોકરી વધારે ઉપયોગની છે એમ જાણી લૉરે ન્સે કેદમાં પોતાના ભાઈની અવેજીમાં જવાનું કહ્યું. આમ કરવાને તેના ભાઈએ ના પાડી. પણ લૉરે ન્સે તો ગયા બરોબર જ કર્યું. લૉરે ન્સને નેપાળના એલચીની નોકરી મળી ત્યારે તેની ભલી સ્ત્રી સારાં કામો કરવામાં પોતાની જિંદગી ગાળતી. આ વખતે યુરોપિયન સિપાઈઓનાં છોકરાંઓને ઉછેરવા સારુ તથા કેળવણી આપવા સારુ બંનેએ મળી પોતાના પૈસા ખરચી મોટુ ં મકાન હિમાલયની તળેટીમાં બાંધ્યું. ત્યાર બાદ આવાં મકાનો [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


રજાનો લાભ ન લેતાં પોતે લખનોર1 ગયો અને એમ કહે વાય છે કે તેના ડહાપણ ને બહાદુરીથી તેને સિપાઈ લોકો ચાહતા. તેથી જ લખનોરમાં અંગ્રેજની લાજ રહી. લખનોરના ઘેરામાં ૯૨૭ યુરોપિયન અને ૭૬૫ દેશી સિપાઈઓ હતા. રાત અને દહાડો લૉરે ન્સ કામ કરતો અને ઘેરાયેલા લોકોની પાસેથી પણ કામ લેતો. જ ે કોટડીની અંદર પોતે બેસતો તેની ઉપર ગલોલા પડતા તેની તે દરકાર નહીં રાખતો. ૧૮૫૭ની જુ લાઈની બીજી તારીખે તેને એક ગલોલાનો એક ફટકો વાગ્યો. દાક્તરોએ તેને જણાવ્યું કે જખમ મરણિયો હતો અને લૉરે ન્સ ૪૮ કલાકથી વધારે નહીં નભે. આ વખતે પોતે અસહ્ય વેદના સહન કરતો હતો. તે છતાં હુકમ આપ્યા કરતો હતો. આમ કરતો કરતો તે ૪થી તારીખે નીચેની બંદગી કરતો કરતો મરણ પામ્યો: “એ પરમેશ્વર મારું દિલ સાફ રાખ. તું જ મહાન છે, આ તારું જગત કોઈ દહાડો જરૂર સાફ થશે. હં ુ પોતે બાળક છુ ં પણ તારા જોર વડે હં ુ મોટો બળિયો થઈ શકું છુ .ં મને હં મેશાં નરમાશ, ન્યાય, સુવિચાર, શાંતિ શીખવજ ે. હં ુ માણસોના વિચાર નથી માગતો. તું મારો ન્યાયાધીશ છે અને તું મને તારા વિચાર શીખવજ ે કેમ કે હં ુ તારાથી ડરું છુ ”ં તેનો હિં દીઓ ઉપર બહુ પ્યાર હતો બળવાને વખતે જ ે જુ લમ થતા તે તે ધિક્કારતો હતો અને એમ માનતો હતો કે દરે ક અંગ્રેજ એ હિં દુસ્તાનનો ટ્રસ્ટી છે. ટ્રસ્ટી તરીકે હિં દુસ્તાનને લૂંટવાનું કામ અંગ્રેજનું ન હતું. પણ લોકોને આબાદ કરવાનું. લોકોને સ્વરાજ્ય શીખવવાનું અને આબાદ મુલક કરીને હિં દીઓને સોંપવાનું હતું. લૉરે ન્સના જ ેવા માણસો અંગ્રેજ પ્રજામાં ઉત્પન્ન થયા છે તેથી તે પ્રજા વધેલી છે. [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, ૧૪-૧૦-૧૯૦૫

તેનો હિંદીઓ ઉપર બહુ પ્યાર હતો બળવાને વખતે જે જુલમ થતા તે તે ધિક્કારતો હતો અને એમ માનતો હતો કે દરેક અંગ્રેજ એ હિંદુસ્તાનનો ટ્રસ્ટી છે. ટ્રસ્ટી તરીકે હિંદુસ્તાનને લૂંટવાનું કામ અંગ્રેજનું ન હતું. પણ લોકોને આબાદ કરવાનું. લોકોને સ્વરાજ્ય શીખવવાનું અને આબાદ મુલક કરીને હિંદીઓને સોંપવાનું હતું

આખા હિં દુસ્તાનમાં ફે લાઈ ગયાં છે. અને તે બધાંને લૉરે ન્સ એસાયલમ એવું નામ આપવામાં આવે છે. ૧૮૪૬માં શીખની લડાઈ થઈ તેમાં લૉરે ન્સે બહુ બહાદુરી બતાવી. પોતાની માંદી પડેલી સ્ત્રીને છોડીને ચોવીસ કલાકની અંદર લડાઈમાં જવાના હુકમનો તેણે સત્કાર કર્યો હતો. લડાઈ પછી લાહોરમાં બાદશાહી એલચી તરીકે તેણે ઘણું સરસ કામ કર્યું હતું. તેથી તેને સરનો ઈલકાબ આપવામાં આવ્યો હતો. ૧૮૪૭ની સાલમાં જ્યારે પંજાબ છોડી દેવાનો ઇરાદો થયો ત્યારે એકલા લૉરે ન્સે લૉર્ડ ડેલહાઉસીના જ ેવા ગવર્નર જનરલની સામે ટક્કર લીધેલી. પોતે ફાવ્યો નહીં છતાં ગવર્નર જનરલને તેનો એટલો બધો વિશ્વાસ હતો કે પંજાબમાં મુખ્ય જવાબદારીનું કામ તેને સોંપ્યું. પોતે શીખ લોકની સાથે ઘણા ઘાડા સંબંધમાં આવેલો હતો. તે લોકો તેને બહુ ચાહતા અને તેથી જ પંજાબ શાંત થયું. લૉરે ન્સનું મોટામાં મોટુ ં કામ ૧૮૫૭ના બળવામાં હતું. આ વખતે લૉરે ન્સનું શરીર નબળું પડી ગયું હતું અને તેની રજા મંજૂર થઈ આવી હતી. બળવો ઊઠવાથી પોતાની

1. લખનૌ. o

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

337


રાજા સર ટી. માધવરાવ : વિદ્વાન અને કુ શળ કારભારી સર માધવરાવે ૧૮૨૮માં કંબાકોનમ1 શહે રમાં જન્મ

લીધો હતો. તેના પિતાશ્રી આર. રં ગરાવ ત્રાવણકોરના દીવાન હતા અને તેના કાકા રાય આર. વંકેટરાવ ત્રાવણકોરના દીવાન તથા કમિશનરનો હોદ્દો ધરાવતા હતા. સર માધવરાવે પોતાની બાલ્યાવસ્થા મદ્રાસમાં ગાળી હતી કે જ્યાં તેણે કેળવણી લીધી હતી. તેણે પ્રેસિડેન્સી કૉલેજમાં મિ. પોવેલના હાથ તળે અભ્યાસ કર્યો હતો. માધવરાવ મહે નતુ વિદ્યાર્થી હતા. ગણિત અને શાસ્ત્રમાં તે બહુ હોશિયાર હતા. તે ખગોળવિદ્યા મિ. પોવેલના ઘરની સીડી ઉપર બેસીને શીખ્યા હતા અને તે શીખવાને માટે તેણે સૂક્ષ્મદર્શક યંત્ર તથા દૂરબીન બાંબુથી પોતાને હાથે બનાવ્યાં હતાં. મિ. પોવેલને પોતાના આવા હોશિયાર ચેલાને પોતાની આગળથી દૂર કરવાનું ન ગમવાથી પોતાના હાથ નીચે ગણિતશાસ્ત્ર અને ફિઝિક્સના શિક્ષકની તેને જગ્યા આપી. ત્યાર બાદ એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં સારી જગ્યા મળી અને થોડા વખત પછી તેઓની ત્રાવણકોરના કુંવરના શિક્ષક તરીકેની માગણી કરવામાં આવી તે તેણે કબૂલ કરી. આમ તેઓ પહે લવહે લા દેશી રાજ્યમાં દાખલ થયા. તેના હાથ નીચે કુંવરો સારા વિદ્યાર્થી નીવડ્યા, અને તેઓની રાજ્ય– કારકિર્દી બહુ સારી નીવડી. તેઓ શિક્ષક તરીકે ચાર વર્ષ રહ્યા અને ત્યાર પછી દીવાનના હાથ તરીકે જોખમદારીની જગ્યા મળી. ત્યાંથી તેઓ પેશકર દીવાન તરીકે નિમાયા, જ્યાં તેઓએ સારી આબરૂ મેળવી, કારણ કે તે દેશ તે વખતે બહુ ખરાબ હાલતમાં હતો. મરહૂમ મિ. જો. બ્રુસનાટને તેને માટે એમ કહ્યું છે કે, “તેઓ એક મોટા વિદ્વાન અને રાજદ્વારી કારભારી હતા. તેઓએ એક વર્ષના ટૂ કં ા વખતમાં દેશમાં સારી સમાધાની કીધી. બીક તથા પક્ષપાત વિના દરે ક જણને ઇનસાફ આપ્યો. ચોટ્ટાઈ, લુચ્ચાઈ અને ઠગાઈ બહુ ઓછી કરી.” 1. મદ્રાસ રાજ્યનું એક શહે ર.

338

ત્રાવણકોરના દીવાન બહુ નબળા મનના હતા અને મહારાજા પણ બહુ જ અજ્ઞાન હતા. રાજ્યકારભાર કેમ ચાલતો હતો તેની તેને કંઈ ખબર હતી નહીં, અને રાજ્યના ૧૮૨૮-૧૮૯૧; ત્રાવણકોરના દીવાન અને અમલદારો પણ બહુ કુશળ વહીવટકર્તા. મલિન મનના તથા નીતિભ્રષ્ટ હતા. પગાર પણ તેઓને બહુ થોડો મળતો અને કેટલીક વખતે તો મહિનાઓ સુધી ચડી જતો. અંગ્રેજ સરકારે જ ે પૈસાની રકમ મદદ માટે આપેલી હતી તે હજી પાછી આપવામાં આવી નહોતી અને તિજોરીમાં પણ કંઈ હતું નહીં. કરો બહુ હોવાને લીધે વેપાર બહુ ખરાબ સ્થિતિમાં હતો, તેથી કરીને લોકો બહુ ગરીબ થઈ ગયા હતા. આથી લૉર્ડ ડેલહાઉસીનું2 ધ્યાન ખેંચાયું. તેણે રાજ્ય કારભાર અંગ્રેજ સરકારના હાથમાં લેવાનો ઠરાવ કર્યો. અને રાજ્ય મદ્રાસ ઇલાકાની સાથે જોડી નાંખવાને માટે પોતે ઉટાકામંદ ગયો. આ વખતે મહારાજાએ માધવરાવને દીવાનની જગ્યા આપી, અને તેણે અંગ્રેજ સરકાર આગળ સાત વર્ષનો દેશનો રાજ્ય કારભાર સુધારવાનો વખત માંગ્યો. આવી રીતે માધવરાવે પોતાની જાતમહે નતથી તથા પ્રમાણિકપણાથી ૩૦ વર્ષની જુ વાન ઉંમરે નામાંકિત જગ્યા મેળવી. એની કારકિર્દીમાં જાણવાજોગ બનાવ મહે સૂલ સંબંધી હતો. જ્યારે તેણે દીવાનની જગ્યા લીધી ત્યારે રાજ્યનો ખજાનો બહુ ખરાબ સ્થિતિમાં હતો. અને જ ે આગળ રૈ યત ઉપર મહે સૂલ સંબંધી કરો તથા બીજા કરો નાખવામાં આવ્યા હતા તે દેશની આબાદાનીને હાનિ પહોંચાડે તેવા હતા તે 2. માર્ક્વિસ ઑફ ડેલહાઉસી (૧૮૧૨થી ૬૦) ભારતના ગવર્નર જનરલ, ૧૮૪૮-૫૬.

[ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


માધવરાવ નહીં હોત તો ત્રાવણકોર મહારાજાના હાથમાં હોત નહીં. એથેન્સને વાસ્તે જે પેરિકિલસે તથા ઑલિવર ક્રૉમવેલે ઇંગ્લંડને વાસ્તે સેવા બજાવી તેવી જ સેવા સર માધવરાવે ત્રાવણકોરને વાસ્તે બજાવી. તેને વાઇસરૉયની ધારાસભામાં જગ્યા આપવાની દરખાસ્ત કરવામાં આવી પણ તે તેણે સ્વીકારી નહીં

તેણે કાઢી નાખ્યા. માધવરાવે ઇજારાની રીત બાતલ કરી. જ ે માલ બહારગામ મોકલવામાં આવતો તેની ઉપર ૧૫ ટકા કર નાખ્યો અને જ ે વાર્ષિક ઊપજમાં ખોટ પડતી હતી તે તેણે પૂરી કીધી. જ ેમ જ ેમ દેશની આબાદાની વધતી ગઈ તેમ તે કર ઘટાડ્યો અને છેક ૫ ટકા પર લાવી દીધો. ત્યાર પછી તેણે તમાકુ નો ઇજારો પણ કાઢી નાખ્યો. અને અગાઉ સરકાર પોતાને જોખમે કંટ્રાક્ટરો અગાઉથી તમાકુ વેચાતી લેતા હતા અને પછી તે રૈ યતને વેચતા હતા તેને બદલે રૈ યતને દેશાવર ખાતેથી ખરીદવાની રજા આપી. બહુ ઓછા કરો હોવાથી જ ે દેશાવરથી માલ આવતો તેને બહુ ઉત્તેજન મળતું. આ પછી તેણે બીજા ઘણા નાના કરો કાઢી નાખ્યા, કેમ કે તેમાંથી બહુ થોડા પૈસા મળતા અને વેપારીની આબાદાનીને બહુ નુકસાનકારક હતા. એક ગામમાં બહુ જમીનવેરો હતો તે તેણે એકદમ ઓછો કરાવી નાખ્યો. ૧૮૬૫માં બ્રિટિશ સરકાર તથા કોચીન અને ત્રાવણકોર સરકાર વચ્ચે વેપાર સંબંધી કોલકરાર કર્યો. જ ેથી જ ે માલ બ્રિટિશ અને કોચીન રાજ્યમાંથી આવતો તેની ઉપરથી જકાત ઘણે ભાગે નીકળી ગઈ. તેને રાજ્યકારભારને માટે બ્રિટિશ સરકાર તરફથી કે. સી. એસ. આઇ.નો ખિતાબ મળ્યો. અને જ્યારે આ ખિતાબ તેને મદ્રાસમાં મોટી સભા વચ્ચે આપવામાં આવ્યો ત્યારે લૉર્ડ નેપિયર

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

બહુ સ્તુતિપાત્ર વચન બોલ્યો. ૧૮૭૨ની સાલમાં તેણે રાજીનામું આપ્યું અને જ્યાં અંધેર રાજ્ય હતું ત્યાં સારું રાજ્ય સ્થપાયું, અને તેથી રૈ યતની જિંદગી તથા માલમિલકતની સહીસલામતી આપી. મોટી મોટી જંગી ઇમારતો બંધાવી અને કારીગરોને ઉત્તેજન આપ્યું. અને લોકોપયોગી બીજાં ઘણાં બાંધકામ કીધાં. ખેતીવાડીને જમીનવેરો ઘટાડીને સારું ઉત્તેજન આપ્યું. અને જો માધવરાવ નહીં હોત તો ત્રાવણકોર મહારાજાના હાથમાં હોત નહીં. એથેન્સને વાસ્તે જ ે પેરિકિલસે તથા ઑલિવર ક્રૉમવેલે ઇંગ્લંડને વાસ્તે સેવા બજાવી તેવી જ સેવા સર માધવરાવે ત્રાવણકોરને વાસ્તે બજાવી. તેને વાઇસરૉયની ધારાસભામાં જગ્યા આપવાની દરખાસ્ત કરવામાં આવી પણ તે તેણે સ્વીકારી નહીં. થોડા વખત પછી ઇંદોર1 મહારાજા તુકાજીરાવ હોલકરે અંગ્રેજ સરકારને સારો કારભારી આપવાને અરજ કરી. આ જગ્યાને માટે માધવરાવને અંગ્રેજ સરકારે પુછાવ્યું અને તેણે તે બે વરસ માટે સ્વીકારી. ત્યાં સર્વથી જાણવાજોગ કામ ઇંદોર પીનલકોડ રચ્યો તે હતું. તેણે બે વરસ સુધી આ હોદ્દો ભોગવ્યો. એમાં તેણે પ્રજાને વાસ્તે બહુ સારાં કામ કર્યાં અને દેશને આબાદાની ઉપર લાવી દીધો. આ વખતે ગાયકવાડના મલાવરાવને ખરાબ રાજ્ય માટે પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા અને સર માધવરાવની રાજ્યનો કારોબાર ચલાવવા માટે માગણી થઈ, તે તેણે કબૂલ રાખી. વડોદરાની સ્થિતિ બહુ ભયંકર હતી. લુચ્ચાઈ, ખૂન અને મારામારી દરે ક ઠેકાણે માલૂમ પડતી હતી. લોકોમાં સંપ હતો નહીં અને જાન અને માલ સહીસલામત ન રહે તાં અને દેશમાં સમાધાની કરવાને વાસ્તે એક મજબૂત મનના માણસની જરૂર હતી. રાજની મહે સૂલનો ઇજારો મોટા મોટા સરદારોના હાથમાં હતો. શાહુકારો પોલીસની મદદ લઈ લોકો પર જુ લમ કરતા. ખટપટી માણસો રાજ્યમાં ભરપૂર હતા. અંધાધૂંધીનો પાર નહોતો. પણ સર ટી. માધવરાવ તેથી હાર્યા નહીં. તેણે બાહોશીથી કારભાર ચલાવ્યો. 1. જૂ ના વખતનું દેશી રાજ્ય અત્યારે મધ્યપ્રદેશમાં જોડાઈ ગયું છે.

339


ખટપટી માણસોને દેશપાર કર્યા. સરદારો તથા શાહુકારોની પાસેથી ઇજારા લઈ લીધા અને દેશની મહે સૂલ સારા પાયા ઉપર મૂકી. જમાબંધીના સિપાઈઓને ખેંચી લઈ તેઓને દીવાની નોકરી આપી. ઇનસાફની અદાલત ઇનસાફ ઉપર મૂકી. વાચનગૃહો સ્થાપ્યાં. મુંબઈ તથા મદ્રાસથી સારા માણસોને બોલાવી નોકરવર્ગમાં સુધારો કર્યો. વડોદરામાં નાની ગલીઓ વગેરે હતી તે બાળીને જમીનદોસ્ત કરી સુંદર મકાનો બાંધ્યાં, બગીચા વાવ્યા, સંગ્રહસ્થાન બાંધ્યું. આમ વરસો સુધી પોતે જંપીને બેઠા સિવાય સુધારા પર સુધારા કરતા ગયા. ૧૮૨૨ની સાલમાં તેને બ્રિટિશ સરકાર તરફથી રાજાનો ઈલકાબ મળ્યો. તેના કામને સારુ મહારાજા ગાયકવાડે

તેને ત્રણ લાખ રૂપિયા ઇનાયત કર્યા. ત્યાર પછી પોતે ખાનગી ગૃહસ્થ તરીકે પોતાની જિંદગી ગાળી. તે દરમિયાન પણ લોકોનું કરવાનું કામ તે કર્યા કરતા. કેળવણીખાતા તરફથી તેણે સારું ધ્યાન આપેલું હતું. અને છોકરીઓની કેળવણી ઉપર મહે નત કરવાનું પોતે બહુ સમજાવતો. બિસ્માર્કની સાથે પોતાને કાગળવહે વાર હતો. હિં દુસ્તાનમાં તેની કારકિર્દી ઝળહળી રહી હતી, એટલું જ નહીં પણ યુરોપમાં પણ તેનાં વખાણ થતાં. એના જ ેવા રાજ્યકારભારીઓ હિં દુસ્તાનમાં થોડા થયા છે. ૧૮૯૧ના એપ્રિલ મહિનાની ૪થી તારીખે આ હિં દુસ્તાનનો હીરો ૬૨ વરસની ઉંમરે અસ્ત પામ્યો. [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, ૨૧–૧૦–૧૯૦૫ o

અભ્યાસીઓએ વસાવવા જેવી ગ્રંથમાળા : ગાંધીજીનો અ�રદેહ ગાંધીજીના અવસાન પછી તેમનાં લખાણોને ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી સમયાનુક્રમ પ્રમાણે પ્રસિદ્ધ કરવાની યોજના હે ઠળ તેમનાં પત્રો, લેખો, મુલાકાતો, ભાષણો સમાવીને તેને પુસ્તકાકારે પ્રકાશિત કરવામાં આવ્યાં. અંદાજ ે ૫૦૦ પાનાંના એક એવા સો ગ્રંથો અંગ્રેજીમાં The Collected Works of Mahatma Gandhi, હિન્દીમાં संपूर्ण गांधी वाङ्मय   અને ગુજરાતીમાં ગાંધીજીનો અક્ષરદેહ નામે પ્રકાશિત થયા છે. ગુજરાતીમાં ૮૨ ગ્રંથ પ્રકાશિત થઈ ગયા છે. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ.

૧-૨ (સંયુક્ત), ૩ (દરે કના) ૪ ૫થી ૧૦ (દરે કના) ૧૧ ૧૨થી ૧૪ (દરે કના) ૧૫થી ૧૮ (દરે કના) ૧૯ ૨૦ ૨૧, ૨૨ (દરે કના)

340

૫૦ ૩૦૦.૦૦ ૫૦.૦૦ ૧૦૦.૦૦ ૫૦.૦૦ ૩૦૦.૦૦ ૪૦૦.૦૦ ૩૦૦.૦૦ ૪૦૦.૦૦

પુ. ૨૩ પુ. ૨૪થી ૩૧ (દરે કના) પુ. ૩૨થી ૪૭ (દરે કના) પુ. ૪૮થી ૬૯ (દરે કના) પુ. ૭૦થી ૭૨ (દરે કના) પુ. ૭૩થી ૮૧ (દરે કના) પુ. ૮૨ કુ લ ૧થી ૮૨ ભાગના

૩૦૦.૦૦ ૪૦૦.૦૦ ૧૬.૫૦ ૨૦.૦૦

૧૦૦.૦૦

૩૦.૦૦ ૧૫૦.૦૦ ૮૫૭૪.૦૦

[ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


હૉરે શિયા નેલ્સન : સ્વધર્મનો પાલક સામ્રાજ્યના એક છેડાથી બીજા છેડા સુધી એક

જાતને તે સર્વથી છેલ્લી મૂકતો. તેણે યુદ્ધ ખેલ્યું હતું કેમ કે તે તેની ફરજ હતી. એટલે પછી તે જ્યાં જ્યાં ગયો ત્યાં તેના માણસો તેને અનુસર્યા એમાં શું આશ્ચર્ય? ૧૭૫૮- ૧૮૦૫; ઇંગ્લંડને સમુદ્રોની રાણી ઇંગ્લંડનો વીર નૌકાસૈનિક. તેણે જ બનાવ્યું, પણ તેની મહાનતા એથીયે વિશેષ હતી. તેની સેવામાં ક્યાંય સ્વાર્થનો છાંટો પણ ન હતો. તેનો સ્વદેશપ્રેમ શુદ્ધમાં શુદ્ધ પ્રકારનો હતો. દક્ષિણ આફ્રિકા જ ેવા ઉપખંડમાં જ્યાં નેલ્સને બનાવેલો સીધો માર્ગ છોડીને હં મેશાં આડો માર્ગ લેવામાં આવે છે ત્યાં એમના જ ેવાના મહાન જીવનનું આપણે સ્મરણ કરીએ તે ઇષ્ટ છે. એથી પૂર્વગ્રહો મોળા પડવા જોઈએ. એથી આપણે સૌએ આપણા હકો કરતાં આપણી જવાબદારીઓનો વધારે વિચાર કરતાં થઈ જવું જોઈએ. ખાસ તો, દક્ષિણ આફ્રિકામાં પોતાના કંઈક અંશે અણગમો પેદા કરે એવાં જીવનથી જો હિં દીઓનાં મનમાં પોતાને કઠોર રીતે જોનાર અંગ્રેજો પ્રત્યે કડવાશ પેદા થઈ હોય, તો હિં દીઓને ખાતરી થવી જોઈએ કે અંગ્રેજો હજી નેલ્સનના દેશબંધુઓ છે અને જ્યાં સુધી તેઓ નેલ્સનને પ્રેમપૂર્વક યાદ કરે છે ત્યાં સુધી તેઓ ફરજના માર્ગનો સદંતર ત્યાગ નહીં કરી શકે. આ વાતમાં જ આશાનું કારણ રહે લું છે અને બ્રિટિશરોની ત્રુટિઓ છતાં બ્રિટન પ્રત્યે પ્રેમ રાખવાની પ્રેરણા રહે લી છે. [મૂળ અંગ્રેજી] इन्डियन ओपीनियन, ૨૮–૧૦–૧૯૦૫

નામ ગાજી રહ્યું હતું. તે હૉરે શિયો નેલ્સનનું હતું. આ માસે જ ે ઉત્સવો ઊજવાયા તે બહુ ગંભીર વિચારો સૂચવે છે, અને તેનાથી બ્રિટનની સફળતાનું રહસ્ય શું છે તે હિં દીઓને સ્પષ્ટ દેખાવું જોઈએ. પોતાનાં લખાણોમાં મૅકસમૂલરે સ્વીકાર્યું છે કે હિં દી તત્ત્વજ્ઞાન અનુસાર જીવનનો અર્થ ‘સ્વધર્મ’ એ ત્રણ અક્ષરમાં સમાઈ જાય છે. સંભવ છે કે આજ ે સામાન્ય હિં દી મનુષ્યના આચારમાં જીવનનો આ અર્થ દેખાઈ આવતો નથી. તેવે સમયે લૉર્ડ નેલ્સનના જીવનનું મનન, આદિથી અંત સુધી સ્વધર્મપાલનનું અત્યંત આકર્ષક દૃષ્ટાંત આપણી સમક્ષ રજૂ કરે છે. “ઇંગ્લંડ અપેક્ષા રાખે છે કે દરે ક માણસ પોતપોતાની ફરજ અદા કરશે” એ ઐતિહાસિક મંત્ર બ્રિટિશરોનાં હૃદયમાં અંકિત થયેલો છે. એ મંત્ર તેના પ્રણેતાના અડગ આચરણથી પુનિત થયો હતો, અને હવે એક સૈકા સુધી કાર્યમાં રૂપાંતર થતો રહે વાથી પાવન થયેલો છે. ઇંગ્લંડના લોકોએ નેલ્સનના એ મંત્રને પોતાના જીવનમાં જ ેટલા પ્રમાણમાં આચારમાં ઉતાર્યો તેટલા પ્રમાણમાં એ દેશને સફળતા વરી. જ ેના સ્થાપકો પૈકી નેલ્સન એક હતા એવા એ સામ્રાજ્યમાં સૂર્ય કદી અસ્ત ન પામતો હોય તો તેનું કારણ એ છે કે તેના સપૂતોએ આજ લગી સ્વધર્મનું પાલન કર્યું છે. સામ્રાજ્યમાં નેલ્સનની આજ ે જ ેટલી પૂજા થાય છે તેટલી બીજા કોઈની થતી નથી. તેનું કારણ એ નથી કે તે વીર નૌકાસૈનિક હતો, અથવા તો તેણે ભય શી ચીજ છે એ કદી જાણ્યું ન હતું, પરં તુ કારણ એ છે કે પોતે કર્તવ્યની જીવંત મૂર્તિ હતો. તેને મન પોતાનો દેશ સૌથી પ્રથમ હતો. પોતાની o

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

341


સર ટોમસ મનરો : રૈ યતનો દોસ્ત સર ટોમસ મનરો ૧૭૬૧ના મે મહિનામાં ગ્લાસગોમાં

જન્મ્યો હતો. ૧૭૮૦ની સાલમાં તેને ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી મદ્રાસમાં નોકરી મળી. આ વખતે અંગ્રેજની સ્થિતિ ઘણી ખરાબ હતી, હૈ દરઅલી અંગ્રેજોને કાઢી મૂકવાની તૈયારી કરી રહ્યો હતો. અંગ્રેજ નોકરો માંહોમાંહે વઢતા હતા. આ વખતે મનરોએ બહુ સારું કામ બજાવ્યું હતું. પાંચ વરસ સુધી લડાઈના હં ગામમાં ગૂંથાયા પછી તેણે દીવાની કામમાં નોકરી લીધી. બરાનપુર તાલુકામાં મનરોને મહે સૂલ ખાતામાં નીમવામાં આવ્યો હતો. સર હે નરી લૉરે ન્સની માફક તેણે પણ આ તકનો પૂરો લાભ લીધો, લોકોની સાથે રહે વા લાગ્યો. ગમે તે વખતે તેઓને મળતો. તેઓની સાથે ફરવા જતો. અને ગરીબ ખેડૂતોની લાંબી લાંબી વાતો અને તેઓનાં સુખદુઃખની કથા સાંભળતો. કોઈ પણ ગુમાસ્તા કે પટાવાળા પાસે રાખ્યા વિના લોકોની સાથે વાતચીતો કરતો. અત્યંત સાદી જિંદગી ગુજારતો. એક કાગળમાં તે લખે છે કે “આજરોજ મેં ઓટ મિલને બદલે ઘઉંના આટાનો પૉરે જ કર્યો હતો અને કાલે પણ કેળાં સિવાય બીજુ ં ખાઉં એમ લાગતું નથી. હમણાં હં ુ ગામોગામ ફર્યા કરું છુ .ં રૈ યતનાં ભાડાં ઠરાવું છુ .ં આ વખતે મને બીજુ ં કરવાનું સૂઝતું નથી. ખાનગી કામ સારુ એક કલાક નથી મળતો. આ કાગળ લખતી વેળા મારી પાસે દશબાર માણસ બેઠા છે. સવારના સાત વાગેથી તેઓએ આવવું શરૂ કર્યું છે. અત્યારે બાર વાગ્યા છે.” આ પ્રમાણે મનરોએ બહાર મહાલોમાં સાત વરસ કામ કર્યું. લોકોને રાજી રાખ્યા, અને સરકારની મહે સૂલ સારા પાયા પર મૂકી. હવે આથી પણ વધારે જવાબદાર કામ કરવાનો તેનો વારો આવ્યો. કાનરા તાલુકામાં તેને મુખીની જગ્યા મળી. કાનરાની હવા બહુ ખરાબ હતી, છતાં પોતાની ફરજ સમજી ૨૬ મહિના સુધી દમ ખાધા વિના તેણે કામ કર્યું. દશ દશ કલાક સુધી પોતે લોકોનાં દુઃખ સાંભળવામાં 342

ગાળતો. તે લખે છે કે હં ુ દરિયાકિનારે સરસ ઘરમાં રહી તેનાં કરતાં લોકોની વચમાં એક તંબડુ ીમાં રહીને તેઓનાં મન હં ુ ખેંચી શકું છુ .ં અને તેઓ આજ ે વફાદાર રૈ યત થઈ રહ્યા ૧૭૬૧-૧૮૨૭; ઇસ્ટ ઈન્ડિયા સૈન્ય અધિકારી અને છે. તે સૂવાને સારુ કંપનીના મદ્રાસના પૂર્વ ગવર્નર. બાંબુનો પલંગ, ગદેલી અને એક તકિયો રાખતો. સવારના પહોરમાં ઊઠતાં બહાર નીકળતાં જ લોકોનાં ટોળાં હાજર હોય તેની સાથે વાત કરતો. ખાઈને તરત નોકરોને હુકમ આપતો અને કાગળ લખતો. પછી કચેરીએ જાય. સાંજના પાંચ વાગે થોડુ ં ઘણું ખાય અને પાછો રાતના આઠ વાગે કચેરી ભરે . અને લોકોની વાતો કોઈ કોઈ વખતે મધરાત સુધી સાંભળે. કાનરા તાલુકામાં લોકોને સુખશાંતિ આપ્યા બાદ નિઝામના પરગણામાં તેને વધારે અગત્યની નોકરી મળી. આગલાં વરસોમાં દુકાળ પડવાથી લોકોની સ્થિતિ કંગાળ થઈ ગઈ હતી. લૂંટફાટ વધી ગઈ હતી. હરામખોરોનું જોર ચડી ગયું હતું. આ દેશ પણ મનરોએ પોતાની બહાદુરીથી આબાદ કરી મૂક્યો. આમ નોકરી કરતાં મનરોને ૨૭ વરસ થયાં. તેથી તે વિલાયત રજા ઉપર ગયો. ૧૮૧૪ની સાલમાં મદ્રાસ ઇલાકાનું ન્યાયખાતું તપાસવાને સારુ કમિશન નિમાયું હતું. તેનો ઉપરી થઈને તે આવ્યો. વિલાયતમાં પોતે શાદી પણ કરી. મનરોએ આ વખતે દેશીઓની તરફની પોતાની લાગણી સરસ રીતે બજાવી. અને દેશીઓને ન્યાયખાતામાં મોટી નોકરીઓ આપવાની સલાહ આપી. આ કમિશનમાં ૧૮૧૭ની મરાઠાની લડાઈને લીધે ભંગાણ પડ્યું. એટલે તે લડાઈમાં ગૂંથાણો. તેનું લશ્કર વગર કેળવાયેલું અને ઓછુ ં હતું, છતાં તેની [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


સુવાસ લોકોમાં એટલી બધી હતી કે તેઓ ખુશીથી તેને તાબે રહ્યા. આ લડાઈમાં મનરો એટલો બધો ગૂંથાઈ ગયો હતો અને પોતાના શરીરની ઉપર પોતે એટલું બધું દુઃખ આપ્યું કે તેની તબિયત લથડી પડી. તેથી તે ૧૮૧૯ની સાલમાં લડાઈ પૂરી થતાં ફરી વિલાયત ગયો. ૧૮૨૦ની સાલમાં મદ્રાસ ઇલાકાનો ગવર્નર નિમાઈને આવ્યો. તેને સરનો ઈલકાબ મળેલો. પોતાના મોતના દિવસ સુધી પોતે આ હોદ્દા ઉપર રહે લો. જ ેટલું કઠણ કામ પોતે નાની નોકરીમાં કરતો તેટલું જ તે ગવર્નર થયા પછી કરતો. હજુ પણ તેની સાદાઈ અગાઉના જ ેવી જ હતી. પોતે એકલો ફરવા નીકળતો અને જ ે કોઈ મળવા માગે તેને મળતો.

લૉર્ડ મેટકાફ : હિંદી પ્રેસને તારનાર “જો રાજ્યકર્તા રૈ યતને સુખ આપે તો જ તેને

રાજ્યાધિકાર શોભે,” આવું કહે નાર અને તે પ્રમાણે ચાલનાર ચાર્લ્સ થેઓફિલસ મેટકાફ કલકત્તામાં ૧૭૮૫માં જાન્યુઆરીની ૩૦મીએ જન્મ્યો હતો. ૧૫ વરસની ઉંમરે તેણે ભણતર છોડ્યું. ૧૬ વરસની ઉંમરે કલકત્તામાં; વિલાયતમાં જ ેવીતેવી કેળવણી લીધી. આ વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાના નોકરો ઉપર બહુ સખતાઈ ચલાવતી હતી તેથી બરોબર ભણ્યાગણ્યા ન હોય તેવા જુ વાનિયાઓને નોકરીમાં દાખલ કરવામાં નહીં આવતા. તેથી ચાર્લ્સ મેટકાફને કલકત્તાની કૉલેજમાં દાખલ થવું પડ્યું. થોડા વખત સુધી આમ કેળવણી લીધા પછી ચાર્લ્સ મેટકાફને એક નાની જગ્યા મળી. ૧૯ વરસની ઉંમરે તે જનરલ લેકનો શિરસ્તેદાર બન્યો. જનરલ લેક અને તેના તાબાના બીજા અમલદારો આ દીવાની કામમાં આવેલા જુ વાનિયાને જોઈને નારાજ થયા. ચાર્લ્સ મેટકાફ ચેતી ગયો અને તેણે પોતાની બહાદુરી લડાઈમાં બતાવવાનો નિશ્ચય કર્યો. લીગના1 કિલ્લાને તોડવામાં પોતે પહે લ 1. આગ્રા પાસેનો કિલ્લો, ડીગ હોવું જોઈએ.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

જ્યારે જ્યારે તક મળતી ત્યારે તે દેશીઓને અમલદારી આપતો, અને આગળ વધારતો. ૧૮૨૭ની સાલમાં આ ભલો ગવર્નર કૉલેરાના દરદથી મરણ પામ્યો. તેણે કોઈ દિવસ પોતાના સ્વાર્થ તરફ નજર રાખી જ નહીં. પોતાની ફરજ શું છે અને તે કેમ અદા કરવી તે તરફ જ તેણે ધ્યાન આપ્યું. હિં દીઓની ઉપર તેની પ્રીતિ અગાધ હતી, અને તેનો ખરે ખરો ઈલકાબ ‘રૈ યતનો દોસ્ત’ એ હતો. આવા સાદા અને માયાળુ અંગ્રેજો અગાઉ થઈ ગયા અને હજુ પણ નીકળી આવે છે. તેથી જ અંગ્રેજ રાજ્યનો સિતારો ઘણા ડાઘ છતાં ઝળક્યા કરે છે. [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, ૨૮–૧૦–૧૯૦૫ o

કરી અને એવું સરસ કામ કર્યું કે જનરલ લેક તેની ઉપર ખુશ થઈ ગયો. ત્રણ વરસ બાદ મેટકાફને બહુ ગંભીર કામ પર મોકલવામાં આવ્યો હતો. પંજાબમાં મહારાજા રણજિતસિંગની સાથે ૧૭૮૫-૧૮૪૬; ભારતના ગવર્નર-જનરલ ફ્રેન્ચ લોકો ખટપટ કરતા (૧૮૩૫-૧૮૩૬) હતા. આ ખટપટ તોડવાનું કામ મેટકાફને સોંપવામાં આવ્યું અને તેની મહે નતથી અંગ્રેજ સરકારને રણજિતસિંગ સાથે કોલકરાર થયા. આથી લૉર્ડ મિંટો મેટકાફ ઉપર એટલો બધો ખુશી થયો કે તેને દિલ્હીમાં ૨૬ વરસની ઉંમરે રે સિડેન્ટનું કામ સોંપવામાં આવ્યું. આ વખતે તેણે લોકોની સુખાકારીનું કામ શરૂ કર્યું. જમીનદારોના હક મજબૂત પાયા ઉપર મૂક્યા. એ બાબતમાં તેણે નીચે પ્રમાણે લખ્યું છે : લોકોની જમાબંધી આપણે લાંબી મુદતને સારુ 343


મુકરર કરવી જોઈએ કે જ ેથી કરીને લોકો સારો નફો કરી શકે અને આપણને દુવા દે. આપણી જમીન કાલ ચાલી જશે એવી ધાસ્તીને બદલે આપણી જમીન આપણી પાસેથી કોઈ લેનાર નથી એવો વિશ્વાસ તેઓના મન ઉપર ઠસાવવો જોઈએ. એમ કરશું તો લોકોનાં મન શાંત થશે અને પોતાના જ સ્વાર્થને લઈને આપણું રાજ્ય સરસ છે એમ માનશે. કેટલાક એવા માણસો છે કે જ ેઓ માને છે કે જો લોકો સ્વતંત્ર અને છૂટા થશે તો ભવિષ્યમાં અંગ્રેજી રાજ્યને ધક્કો પહોંચશે. કદાચ એમ માની લઈએ કે આમ થવાનો સંભવ છે તોપણ આપણાથી રૈ યતના હક કેમ છીનવી લેવાય? ઉદાર રાજ્ય કરનારાઓ આવી દલીલની ઉપર વજન કેમ આપે? મનુષ્યના રાજ્ય ઉપર ખુદાઈ રાજ્ય ચાલે છે. એ મહે બૂબ એવો મોટો છે કે ઘડીમાં રાજ્ય લઈ શકે છે ને ઘડીમાં દઈ શકે છે. તેના હુકમની પાસે ઈન્સાનની ચતુરાઈ કામ કરી શકતી નથી. એટલે રાજકર્તાઓની તો માત્ર એ જ ફરજ છે કે રૈ યતની સુખાકારીમાં વધારો કરવો. આમ આપણે આપણી ફરજ બજાવશું તો હિં દી પ્રજા આપણો ઉપકાર માનશે અને દુનિયા હં મેશને સારુ આપણાં વખાણ કરશે. એમ કરતાં ભવિષ્યમાં બંડ જાગે તોપણ શું થયું? પણ જો આગળ જતાં આપણે કંઈક જોખમ છે એવા નીચ ભયથી આપણે આપણી રૈ યત ઉપર જુ લમ ગુજારશું તો આપણી ઉપર જ ે હુમલા થાય તેને સારુ આપણે લાયક ગણાશું. અને એવી સ્થિતિમાં જ્યારે આપણે પછડાશું ત્યારે , જગત આપણને ધિક્કારશે, આપણી ઉપર થૂંકશે, અને આપણને ગાળો ભાંડશે. આવાં ઉમદા લખાણો જુ વાન મેટકાફે રૈ યતની દુઃખની દાઝ દિલમાં રાખીને કર્યાં. મેટકાફને નિઝામના રે સિડેન્ટની જગ્યા પણ મળેલી. નિઝામની સરકારને આ વખતે નાણાંની ભીડ ઘણી હતી. કેટલાક લુચ્ચા પણ વસીલાવાળા અંગ્રેજોએ બહુ નાણાં વ્યાજ ે ધીર્યાં હતાં. આથી મેટકાફના મનને બહુ દરદ થયું. તેણે ગવર્નર જનરલની દરકાર નહીં રાખતાં પોતાની ફરજ બજાવી અને લુચ્ચા માણસોને દૂર કર્યા. ૧૮૨૭ની 344

સાલમાં મેટકાફ કલકત્તાની કાઉન્સિલમાં મેમ્બર થયો. આ વખતે ભલો લૉર્ડ વિલિયમ બેન્ટિક વાઇસરૉય હતો. લૉર્ડ વિલિયમ બેન્ટિકને ખરાબ તબિયતને લીધે અચાનક વિલાયત જવાનું આવી પડવાથી મેટકાફને ઍક્ટિંગ ગવર્નર જનરલની જગ્યા મળી. મેટકાફે મોટામાં મોટુ ં કામ આ વખતે કર્યું. તેણે હિં દુસ્તાનનાં છાપાંઓને સ્વતંત્ર કરવાનો પ્રખ્યાત કાયદો પસાર કર્યો. આથી કરીને તેના મુખીઓ નારાજ થયા, પણ તેની તેણે દરકાર ન કરી. મોટા અંગ્રેજ તેની સામે થયા, તેના જવાબમાં તેણે નીચે પ્રમાણે કહ્યું : જો મારી સામે થનારાઓ એમ દલીલ કરતા હોય કે જ્ઞાનનો પ્રસાર થવાથી હિં દુસ્તાનમાં આપણા રાજ્યને ધક્કો પહોંચશે, તો એમ કહં ુ છુ ં કે ગમે તેવું પરિણામ આવે તોપણ લોકોને જ્ઞાન આપવું તે આપણી ફરજ છે. જો લોકોને અભણ રાખવાથી અંગ્રેજી રાજ્ય નભી શકતું હોય તો, આપણું રાજ્ય એ દેશની અંદર એક કાળો ડાઘ છે, અને તે બંધ થવું જોઈએ. મને તો એમ લાગે છે કે લોકો અભણ હશે તો તેમાં આપણને વધારે બીવાનું છે. તેઓને જ્ઞાન મળવાથી હં ુ આશા રાખું છુ ં કે તેઓના વહે મ દૂર થશે. અંગ્રેજી રાજ્યથી થતા ફાયદા સમજશે. એકબીજા તરફ લાગણી વધશે, અને તેઓની પોતાની વચ્ચે જ ે તફાવત અને કુ સંપ છે તે દૂર થશે. છતાં હિં દુસ્તાનના ભવિષ્યને વિશે શું ખુદાઈ ફરમાન છે તે આપણે જાણી નથી શકતા. આપણી ફરજ માત્ર એટલી જ છે કે આપણા હાથમાં આવેલું કામ આપણે લોકોના ભલાને સારુ બજાવવું. મેટકાફ ત્યાર પછી કૅ નેડાનો ગવર્નર જનરલ નિમાયો હતો. આ વખતે તેને મોટુ ં દરદ થઈ આવ્યું તેની તેણે દરકાર નહીં કરી અને પોતાની ફરજ સમજી છેવટ સુધી કામ કર્યા કર્યું. પોતે ઘણો ધાર્મિક માણસ હતો અને ૧૮૪૦ની સાલમાં પોતાની રાણીની વફાદાર નોકરી કરી લોકોની પ્રીતિ મેળવી મરણ પામ્યો. [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, ૪–૧૧–૧૯૦૫ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


મોનસ્ટુઅર્ટ એલફિન્સ્ટન : લોકપ્રિય ગવર્નર એલફિન્સ્ટનનું કુ ટુબ ં સ્કૉટલૅંડમાં પ્રખ્યાત છે. ૧૮મી

સદીની આખરીમાં એ કુ ટુબ ં નું નામ ધરાવનારો મોનસ્ટુઅર્ટ એલફિન્સ્ટન ૧૬ વરસની નાની ઉંમરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં કલકત્તે ઊતર્યો. હિં દુસ્તાનમાં વખતોવખત ખળભળાટ ચાલ્યા જ કરે છે તે જ પ્રમાણે ૧૭૯૬ની સાલમાં બન્યું, અયોધ્યાનો પદભ્રષ્ટ નવાબ વજીરઅલી બનારસમાં નજરકેદ હતો. તેણે બનારસના રે સિડેન્ટની જગા ઉપર હલ્લો કર્યો. બનારસના અંગ્રેજી જજ ે બીજી મદદ આવી પહોંચી ત્યાં સુધી ભાલા વતી બચાવ કર્યો. એલફિન્સ્ટન આ વેળા ત્યાં હતો. પણ બહાદુરીથી તેણે પોતાનો બચાવ કર્યો. ૧૮૦૦ની સાલમાં પૂના તરફ હં ગામ1 થઈ રહે તું હતું. એલફિન્સ્ટનને ત્યાં નોકરી મળી. આ દરમિયાન તેણે ભાષાજ્ઞાન સારું મેળવ્યું હતું. અને લડાઈમાં પણ શૂર બતાવી જનરલ વેલેસ્લી2ને ખુશ કર્યો હતો. ત્યાર બાદ તેને નાગપુરના રે સિડેન્ટની જગ્યા મળી. અહીં તેણે પોતાનું જ્ઞાન વધાર્યું. એલફિન્સ્ટનને ૧૮૦૯ની સાલમાં કાબુલનાં અમીર પાસે મોકલવામાં આવ્યો હતો. તે વખતથી જ અમીરની ખુશામત બીકમાં ને બીકમાં ચાલતી આવી છે. ત્યાં કાબુલ વાટે હિં દુસ્તાનની ઉપર ચડાઈ થશે એ ભૂત ત્યારથી ભરાઈ રહે લું છે. અને આ હવાઈ ધાસ્તીમાંથી બચવાને અંગ્રેજ સરકારે પાણીની માફક પૈસો વાપર્યો છે. એવી જ ધાસ્તીથી એલફિન્સ્ટનને અમીરની સાથે કરારનામું કરવા મોકલવામાં આવ્યો હતો. પણ એલફિન્સ્ટનને ખાલી હાથે પાછા આવવું પડ્યું. એલફિન્સ્ટનની જગ્યાએ બીજો કોઈ માણસ હોત તો તે વગર સોંપેલું કામ કરવામાં હાથ ઘાલત નહીં અને તેમાં તેનો કંઈ દોષ પણ નહીં ગણાત. ઘણું કરીને પોતાના પગારની ઉપર નજર રાખ્યા વિના શોખને ખાતર માણસ જ ે કામ કરે છે તે માત્ર 1. હં ગામો એટલે તોફાન. 2. પાછળથી ડ્યૂક ઑફ વેલિંગ્ટન.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

પગારદારી કામ કરતાં વધારે સરસ હોય છે. સ્થિતિ આવી એલફિન્સ્ટનની હતી. કાબુલના અમીરને મહાત કરવાની સત્તા તેનામાં ન હતી તેથી શું? અફઘાનિસ્તાનમાં ૧૭૭૯-૧૮૫૯; પોતાનો વખત બીજી બૉમ્બેના ગવર્નર(૧૮૧૯-૧૮૨૭). રાજનીતિજ્ઞ અને ઇતિહાસકાર. રીતે ગાળવાનું સાધન તેની પાસે હતું. તેણે ત્યાંના લોકો બાબત અને ત્યાંની જગાઓ બાબત પૂરતું જ્ઞાન મેળવ્યું અને આ જ્ઞાનનો તેણે અંગ્રેજી પ્રજાને લાભ આપ્યો. જોકે એલફિન્સ્ટન અફઘાનિસ્તાનથી નિષ્ફળ થઈ પાછા પડ્યા છતાં તેની આબરૂમાં તો વધારો જ થયો. ૧૮૧૧ની સાલમાં તેને પૂનાના રે સિડેન્ટની જગ્યા મળી. આ વેળા પીંઢારા3 લોકો ગરીબ માણસોને બહુ પજવતા. હોલકર, વગેરે અંગ્રેજ ઉપર ચડાઈ કરવા આતુર થઈ ગયા હતા. પૂનાનો પેશવા તે અંગ્રેજની તરફે ણમાં હતો. પણ બહુ નબળો હતો. તેનો કારભારી ત્રંબકજી ઘણો ખટપટી હતો. ત્રંબકજીએ અઘોર કર્મ કરવાથી તેને પેશવાની મરજી ન હતી છતાં કેદ કરવામાં આવ્યો હતો. ત્યાંથી તે છટક્યો અને હાથ નહોતો આવતો. એલફિન્સ્ટનની જાણમાં આવ્યું કે પેશવા પોતે અંગ્રેજી રાજ્ય સામે ખટપટ કરતો હતો. એલફિન્સ્ટનની પાસે બચાવનાં સાધન બહુ થોડાં હતાં, છતાં તે નીડર રહ્યો. જોકે તમામ વાત તેના જાણવામાં આવતી હતી, તોપણ પોતે એવી ગંભીરાઈથી રહ્યો કે કોઈ તેની તૈયારીઓ કળી શકતું ન હતું. છેવટે પેશવા ખુલ્લી રીતે સામે થયો. પેશવાઈ લશ્કર અંગ્રેજી છાવણી ઉપર ધસી આવ્યું અને એલફિન્સ્ટને એ લશ્કરને પોતાના ખોબા સરખા માણસોની મદદ વડે નસાડી મૂક્યું. દરમિયાન 3. ૧૭મી અને ૧૮મી સદીના ઘોડેસવાર લૂટં ારાઓ.

345


નવા ધારાઓ દાખલ કરતાં પહે લાં લોકો પોતે કેવા રાજ્યથી માહિતગાર છે અને તેઓને કેવું રાજ્ય પસંદ પડશે તેનો વિચાર કરતા. આ પ્રમાણે એલફિન્સ્ટન વર્ત્યો. પુરાણાં મરાઠા કુ ટુબ ં ો કેમ જળવાઈ રહે તે બાબત તેણે કાળજી રાખી. તેઓની જાગીરો અનામત રાખી અને આવા વિચારથી તેણે શિવાજીના વારસોને સારુ સતારા રાજ્ય સ્થાપ્યું. આથી મરાઠા બહુ રાજી થયા. તેણે લોકોની લાગણી જાણવાને પ્રયત્ન કર્યો અને તે લાગણી ન દુઃખાય તેવી કાળજી રાખી. ૧૮૧૯ની સાલમાં આવા કોમળ ગુણવાળો એલફિન્સ્ટન મુંબઈનો ગવર્નર નિમાયો. તેણે લોકોનાં મન હરી લીધાં. કેળવણી ઉપર તેણે બહુ ધ્યાન આપ્યું. હિં દુસ્તાનમાં લોકને કેળવણી આપવી એ અંગ્રેજ સરકારની પહે લી ફરજ છે એમ જાણનાર એલફિન્સ્ટનને પહે લો ગણીએ તો ચાલે. હાલ મુંબઈમાં એલફિન્સ્ટન કૉલેજ છે તે આ લોકપ્રિય ગવર્નરની યાદગીરીમાં સ્થપાયેલી; ન્યાયખાતામાં પણ તેણે બહુ સુધારા કર્યા છે. આમ તેણે આઠ વરસ સુધી મુંબઈમાં રાજ્ય ચલાવ્યું જ્યારે મુંબઈનું રાજ્યપદ છોડ્યું ત્યારે તેને દરે ક કોમ તરફથી બહુમાન મળ્યું. ત્યાર બાદ તેણે પોતાનો બાકીનો વખત વિલાયતમાં ગાળ્યો અને હિં દુસ્તાનનો ઇતિહાસ લખ્યો, જ ે પુસ્તક આજતલક વખણાય છે. તેને બે વખત ગવર્નર જનરલપણું આપવાની વિલાયતમાં કોશિશ થઈ, પણ એ મોટો હોદ્દો લેવાની પોતાની ખરાબ તબિયતને લીધે તેણે ના પાડી. ૧૮૫૯ના ડિસેમ્બરની ૨૧મી તારીખે ૮૧ વરસની ઉંમરે આ મહાન પુરુષ મરણ પામ્યો. [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, ૧૮–૧૧–૧૯૦૫

કેળવણી ઉપર તેણે બહુ ધ્યાન આપ્યું. હિંદુસ્તાનમાં લોકને કેળવણી આપવી એ અંગ્રેજ સરકારની પહેલી ફરજ છે એમ જાણનાર એલફિન્સ્ટનને પહેલો ગણીએ તો ચાલે. હાલ મુંબઈમાં એલફિન્સ્ટન કૉલેજ છે તે આ લોકપ્રિય ગવર્નરની યાદગીરીમાં સ્થપાયેલી; ન્યાયખાતામાં પણ તેણે બહુ સુધારા કર્યા છે

જનરલ સ્મિથ એલફિન્સ્ટનની મદદે આવ્યો. બાજીરાવ પેશવાની તદ્દન હાર થઈ અને પૂના અંગ્રેજ સરકારે લઈ લીધું. બાજીરાવને પેન્શન આપ્યું. એલફિન્સ્ટનની આ વખતની બહાદુરી વિશે પ્રખ્યાત કેનિંગ કહી ગયો છે કે, “એલફિન્સ્ટન દીવાની અમલદાર છે. આપણા દીવાની અમલદારોની પાસે આપણે લડાઈની બહાદુરીની આશા રાખતા નથી. આપણા લડવૈયાઓ તાબે છે. આવા લડવૈયામાં એલફિન્સ્ટન શોભી નીકળે એવો લડવૈયો છે એમ તેણે પેશવાની સાથેની લડાઈમાં બતાવી આપ્યું છે. તે દીવાની કામમાં એક્કો છે એ તો બધા જાણે છે.” બાજીરાવની સાથે લડાઈ પૂરી થયા પછી એલફિન્સ્ટનનું કામ વધારે અઘરું થયું. હવે તેણે લોકોની ઉપર રાજ્ય કરવાનો વખત આવ્યો. તે વખતના અંગ્રેજી રાજ્યકર્તાઓ લોકોની ઉપર બહુ લાગણી ધરાવતા. લોકોની ઉપર રાજ્ય ચલાવવાના o ગાંધીજીનું સાહિત્ય લેૹ રમણ મોદી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1971માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું ચોથું પુનર્મુદ્રણ વર્ષ 2016 પેપર બેક સાઇઝ 5.5"x 8.5" ISBNૹ 978-81-7229-364-2 પાનાંૹ 384 • ૱ 250

346

ગાંધીજીનું સાહિત્ય : ગાંધી અધ્યયનનું મહત્ત્વનું સોપાન ગાંધીજીનું સાહિત્ય પુસ્તકમાં ગાંધીજીના પ્રારં ભિક લખાણોથી માંડીને, તેમણે આવરી લીધેલા વિષયો, પત્રસાહિત્ય, પત્રકારત્વ અને આલેખન રીતિ — ભાષાશૈલીને લેખક વિસ્તૃત રીતે મૂલવે છે. લેખકે ગાંધીજીના ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યમાં પ્રવેશ પહે લાં તેના પૂર્વકાલીન સાહિત્યનો પણ પરિચય કરાવ્યો છે, જ ેનાથી ગુજરાતી સાહિત્ય અને તેની ભાષાના ક્રમિક વિકાસનો અંદાજ મળે છે. [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


બદર‌ુદ્દીન તૈયબજી : હિંદના શ્રેષ્ઠતમ વકીલ બદરુદ્દીન તૈયબજીનું નામ હિં દુસ્તાનમાં પ્રખ્યાત છે.

મુંબઈ ઇલાકામાં તો તેમને સૌ કોઈ જાણે છે. બદરુદ્દીન તૈયબજીએ ઘણી નાની ઉંમરથી પોતાની શક્તિનો દેખાવ આપેલો અને નિશાળમાં ઘણો જ સરસ અભ્યાસ કરે લો. તેમની કેળવણી એવી સરસ હતી કે તેમને વિલાયત મોકલવાનો તેમના મોટેરાઓએ વિચાર કર્યો. સર ફિરોજશાહ અને બદરુદ્દીન તૈયબજી એકવડિયા હતા અને એક જ વખતના અભ્યાસી હતા. વિલાયત જનારા હિં દીઓમાંથી મુંબઈ ઇલાકામાંથી એ લગભગ પહે લા હતા. વિલાયતમાં એમણે ઘણો સરસ અભ્યાસ કર્યો. ત્યાં માન મેળવી મુંબઈ પાછા ફર્યા અને બૅરિસ્ટરો તરીકે બહુ પ્રખ્યાતિ મેળવી. બદરુદ્દીન તૈયબજીની સરખામણી હં મેશાં મોટા અંગ્રેજી બૅરિસ્ટર સાથે કરવામાં આવતી. તેમણે પ્રખ્યાત એનસ્ટી બૅરિસ્ટર તથા ઈનવેરારિટીની સાથે ટક્કરો લીધેલી છે. જ્યારે પોતે બૅરિસ્ટરનું કામ કરતા ત્યારે એવા ભાગ્યે જ મોટા કેસો હતા કે જ ેમાં તેઓ સાહે બને એક અથવા બીજા પક્ષકાર તરફથી રાખવામાં ન આવ્યા હોય. ભાષણ કરવાની શક્તિ અને કાયદાનું જ્ઞાન ઘણા ઊંચા પ્રકારનાં હોવાથી જજોને તેઓ ખુશ કરતા અને પંચનું મન હરી લેતા. કાઠિયાવાડમાં મોટા દરબારી કેસોમાં તેઓ સાહે બ ઘણી વેળા આવેલા અને જીતો મેળવેલી. પણ તેમનો મોટામાં મોટો કેસ નવાબજાદા નસુરલાખાનનો બચાવ કર્યો તે ગણીએ તો ચાલે. નવાબજાદાની ઉપર સુરતના કલેક્ટર મિ. લેલીએ રૂ. ૧૦,૦૦૦ની લાંચ આપવાનું તહોમત મૂક્યું હતું. મિ. લેલીએ તે બાબત બહુ સખત જુ બાની આપી, અને મુંબઈના ચીફ મૅજિસ્ટ્રેટ મિ. સ્લેટરે ઘણો સખત ઠરાવ આપ્યો ને નવાબજાદાને છ મહિનાની જ ેલની સજા કરી. આ ઠરાવ સામે અપીલ કરી તેમાં મિ. બદરુદ્દીન રોકાયા હતા અને તેમણે કાયદાની દલીલો એવી સરસ કરી કે જસ્ટિસ પારસને નવાબજાદાની ઉપર થયેલી સજા રદ કરી અને મિ.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

લેલીને ખાસડાં માર્યાં. આમ જીતો તો મિ. બદરુદ્દીને ઘણી મેળવી પણ એક ખાનદાની માણસને નામોશીમાંથી બચાવી જ ેલમાં જતા અટકાવ્યા. એથી બદરુદ્દીન તૈયબજીની ૧૮૪૪-૧૯૦૬; કીર્તિ વધારે દીપી મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત કરનાર પ્રથમ ભારતીય. કૉંગ્રેસના ત્રીજા પ્રમુખ. નીકળી. થોડા વખત બાદ તેમને મુંબઈ સરકારે જજની પદવી આપી તે તેમણે સ્વીકારી. જોકે જજનો પગાર દર માસે રૂ. ૩,૭૫૦નો છે છતાં તે પગારથી જસ્ટિસ બદરુદ્દીનને તો ખોટ જ છે. તેમના વકીલાતના ધંધામાં એમ કહે વાય છે કે તેમની કમાણી દર વરસે રૂ. ૧,૦૦,૦૦૦ની થતી. જજ તરીકે જસ્ટિસ બદરુદ્દીનનું કામ ઘણું સરસ ગણાય છે. પોતે અત્યંત સ્વતંત્ર રહી ચુકાદા કરે છે ને વકીલો, અસીલો બધાને સંતોષ આપે છે. જસ્ટિસ બદરુદ્દીને જ ેમ વિદ્વત્તામાં અને પોતાના ધંધામાં નામ કાઢ્યું છે તેમ જ જાહે ર કામમાં પ્રખ્યાતિ મેળવી છે. હિં દી કેળવણી, તેમાં પણ મુખ્યત્વે કરીને મુસલમાનોમાં કેળવણી, પસારવા તેમણે બહુ મહે નત કરી છે. સ્ત્રીકેળવણીને હં મેશાં તેઓ સાહે બ ઉત્તેજન આપે છે. તેમની ધણિયાણી અને દીકરીઓ બધી સારી કેળવણી પામેલ છે. રાજ્યદ્વારી કામમાં તેઓ સાહે બે સારો ભાગ લીધેલો છે. જસ્ટિસ રાનડેની સાથે તેઓએ ઘણું કામ કર્યું છે. હિં દી નેશનલ કૉંગ્રેસના તેઓ અગ્રેસર કામ કરનાર હતા. અને કૉંગ્રેસનું પ્રમુખપદ પણ તેમણે ભોગવ્યું છે.1 કૉંગ્રેસના પ્રમુખ થયા હતા ત્યારે તેમનું ભાષણ એવું સરસ હતું કે તે હજુ સુધી સરસ ભાષણોમાંનું એક ગણાય છે. પોતે 1. ૧૮૮૭માં મદ્રાસ ખાતે.

347


ન્યાયની ખુરશી ઉપર બેઠા છે છતાં દેશદાઝ તેટલી જ રાખે છે. કેળવણીમાં ભાગ લે છે હં મેશાં સ્વભાવે નમ્ર તથા માયાળુ રહે છે. તેમનું અંગ્રેજી જ્ઞાન જ ેવું ઉત્તમ છે તેવું જ હિં દુસ્તાની ભાષાનું જ્ઞાન છે. ઉર્દૂ

સૉક્રેટિસ : એક સત્યવીર અતિ મહાપુરુષ, નીતિમાન, વીર સૉક્રેટિસ ઈસવીસન

પૂર્વે ૪૭૧ની સાલમાં થઈ ગયો. તે ગ્રીસ દેશમાં જન્મ્યો હતો અને તેની જિંદગી નીતિનાં ને પરોપકારનાં કામો કરવામાં ગઈ હતી. તેની નીતિ, તેના ગુણો કેટલાક અદેખા માણસો નહીં દેખી શક્યા; તેથી તેની ઉપર ખોટાં તહોમતો મૂકવા લાગ્યા. સૉક્રેટિસ ખુદાથી બહુ ડરીને ચાલનારો હતો, તેથી માણસોની ટીકાની થોડી દરકાર કરતો. તેને મોતનો ભય નહોતો. પોતે સુધારક હતો, અને ગ્રીસની રાજધાની ઍથેન્સના લોકોમાં જ ે સડો દાખલ થયો હતો તે કાઢવાને તે મથતો. તેમ કરતાં ઘણા લોકોના સંબંધમાં તે આવતો. જુ વાનિયાઓનાં મન ઉપર તેણે બહુ સારી અસર કરી હતી, અને તેઓનાં ટોળાં તેની પાછળ ફરતાં. આથી કેટલાક લૂંટારાઓને લૂટં વાનું મળતું તે બંધ થયું. માણસોને બગાડીને જ ેઓ પોતાની કમાણી કરતા તેઓની કમાણીમાં હરકત પહોંચવા લાગી. ઍથેન્સમાં એવો નિયમ હતો કે જ ેઓ ત્યાંના બંધારણ મુજબના ધર્મ પ્રમાણે ન ચાલે, અને બીજાને તેમ નહીં ચાલવાને શીખવે તેને ગુનેગાર ગણવો. તેવા માણસોનો ગુનો સાબિત થાય તો તેને મોતની સજા થાય. સૉક્રેટિસ પોતે રાજ્યધર્મ પ્રમાણે ચાલતો. પણ તેમાં જ ે પાખંડ દાખલ થયું હતું તે નાબૂદ કરવાનુંય બીજાઓને બેધડક શીખવતો અને પોતે પાખંડથી દૂર રહે તો. ઍથેન્સના કાયદા પ્રમાણે આવી જાતના ગુનાની તપાસ પંચની આગળ ચાલતી. સૉક્રેટિસની ઉપર રાજ્યધર્મને તોડવાનું અને બીજાઓને તોડવા માટે 348

ભાષણ કરવામાં મુંબઈ ઇલાકામાં તેઓ સાહે બને થોડા જ પહોંચી શકશે. [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, ૨૫–૧૧–૧૯૦૫ o

શીખવવાનું તહોમત મૂકવામાં આવ્યું હતું, ને તેની તપાસ મહાજન મંડળ પાસે ચાલેલી. મહાજનના ઘણા માણસોને સૉક્રેટિસના શિક્ષણથી નુકસાન થયું હતું. તેથી તેઓને ઇ. સ. પૂર્વે ૪૭૦-૩૯૯; ગ્રીક દેશના સૉક્રેટિસ ઉપર વેરભાવ વિશ્વવિખ્યાત ફિલસૂફ. હતો. તેઓએ ખોટી રીતે સૉક્રેટિસને ગુનેગાર ઠરાવ્યો, અને તેને ઝેર પીને મરવાની સજા કરી. કોઈને દેહાંતદંડની શિક્ષા થતી ત્યારે તેનો અંત લાવવાના ઘણા રસ્તા લેવાતા. તેમાંથી સૉક્રેટિસને ઝેર પીને મરવાની સજા થયેલી. આ વીર પુરુષ પોતે ઝેર પીને મરણ પામ્યો. અને જ ે દિવસે તે ઝેર પીવાનો હતો તે જ દહાડે તેણે શરીરના નાશવંતપણા ઉપર અને જીવના અમરપણા ઉપર પોતાના એક મિત્ર-સાગરીત આગળ વ્યાખ્યાન કરે લું. એમ કહે વાય છે કે ઝેર લેતાંની છેલ્લી ઘડી સુધી સૉક્રેટિસ જરાયે ડરે લો નહીં અને તેણે હસમુખે ચહે રે તે પીધેલું. પોતાને જ ે વ્યાખ્યાન કરવાનું હતું તેનું છેલ્લું વાક્ય બોલીને, જ ેમ આપણે શરબતનો પ્યાલો રં ગથી પીશું તેમ, તેણે ઝેરનો પ્યાલો રં ગથી પીધો. આજ ે દુનિયા સૉક્રેટિસને સંભારે છે. તેના શિક્ષણથી લાખો માણસને ફાયદો થયો છે. તેની ઉપર તહોમત મૂકનારને અને તેને સજા આપનારને દુનિયા વખોડે છે. સૉક્રેટિસ તો અમર થઈ ગયો છે અને [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


તેના અને તેના જ ેવાના નામથી ગ્રીસ આખું પંકાયેલું   છ.ે સૉક્રેટિસે પોતાનો બચાવ કરતાં જ ે ભાષણ કર્યું તેની નોંધ તેના સાગરીત પ્રખ્યાત પ્લેટોએ લખી છે. તેનો તરજુ મો ઘણી ભાષાઓમાં થયો છે. તેનો બચાવ બહુ સરસ અને નીતિના રસથી ભરે લો છે. ...આપણને સૉક્રેટિસની માફક જીવતાં અને મરતાં આવડવું જોઈએ. સૉક્રેટિસ તે વળી મોટો સત્યાગ્રહી હતો. તે પોતાની જ પ્રજાની સામે સત્યાગ્રહી થયો. તેથી ગ્રીક પ્રજા મોટી થઈ. આપણે કાયર થઈને, અથવા આપણને માન નહીં મળે કે આપણો જીવ જશે એવી ધાસ્તીથી, આપણામાં રહે લી ખામીઓ નહીં તપાસીએ, જાણ્યા છતાં તે તરફ પ્રજાનું ધ્યાન નહીં ખેંચીએ ત્યાં લગી, બહારના સેંકડો ઇલાજો લેતાં છતાં—કૉંગ્રેસો ભરાતાં છતાં—એક્સ્ટ્રીમિસ્ટ બનતાં છતાં-હિં દનું ભલું કરવાના નથી. તેનું ભલું તેમ થવાનું નથી. ખરા દરદને પિછાની તેને ઉઘાડુ ં કરી, તેને લાગુ પડે તેવા ઇલાજો લઈ, જ્યારે હિં દનું બહારનું અને અંતરનું શરીર દરદરહિત થઈ ચોખ્ખું થશે ત્યારે અંગ્રેજી કે બીજા જુ લમરૂપી જંતુઓ તેને કશી ઈજા પહોંચાડી શકશે નહીં. પણ

આપણે કાયર થઈને, અથવા આપણને માન નહીં મળે કે આપણો જીવ જશે એવી ધાસ્તીથી, આપણામાં રહેલી ખામીઓ નહીં તપાસીએ, જાણ્યા છતાં તે તરફ પ્રજાનું ધ્યાન નહીં ખેંચીએ ત્યાં લગી, બહારના સેંકડો ઇલાજો લેતાં છતાં—કૉંગ્રેસો ભરાતાં છતાં— એક્સ્ટ્રીમિસ્ટ બનતાં છતાં-હિંદનું ભલું કરવાના નથી. તેનું ભલું તેમ થવાનું નથી

જો શરીર પોતે સડેલું હશે તો એક જાતના ચેપી જંતુ નાબૂદ કરીશું તેની જગ્યાએ બીજી જાતના ચેપી જંતુ ચડી બેસશે, અને હિં દ-શરીરને પાયમાલ કરશે. આ વિચારો ધ્યાનમાં લઈ, સૉક્રેટિસ જ ેવા મહાત્માનાં વાક્યોને અમૃત સમાન જાણી તેના ઘૂંટડા અમારા વાંચનાર પીએ, અને તેથી આંતર રોગને નસાડી બીજાને એવા રોગ નસાડવામાં મદદ કરે . [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, ૪–૪–૧૯૦૮

ક્ષણભંગુર જીવનનાં અસત્યને અને શાશ્વત જીવનનાં સત્યને સમજાવતું પુસ્તક સૉક્રેટિક ડાયલૉગ્ઝ

• લે. પ્લેટો, ભાષાંતર : ચિતરં જન વોરા

પ્લેટોએ લખેલા આ ચાર વાર્તાલાપમાં સૉક્રેટિસનાં જીવનની ઝલક છે. તેમાં પ્લેટોને સહજસિદ્ધ સર્જક-કલાનાં સામર્થ્યથી સૉક્રેટિસની જીવંત અને આદર્શરૂપ ગણાય તેવી મહાન પ્રતિભાનું યથોચિત નિરૂપણ પણ થયું છે. જોકે પહે લા ત્રણ વાર્તાલાપમાં સૉક્રેટિસની વાણીના શબ્દેશબ્દનો અહે વાલ ક્યાંક ચુકાયો પણ હોય; તેમ છતાં, તેમાં સૉક્રેટિસનાં નિરાડંબર વ્યક્તિત્વની ભવ્યતાનું વાચકને સચોટ આકલન થાય છે, એમાં શંકા નથી. સૉક્રેટિસના પ્રશ્નો, એમની પ્રખર બૌદ્ધિક તર્ક-પદ્ધતિ, ચર્ચામાં એમની ખંડન અને પ્રસ્થાપનાની પારદર્શક રીત તેમ જ એમની નૈતિકતા માટે રસમય શોધમાં લઈ જતી અદભુત સંવાદ-કલા તથા તેમની વક્રોક્તિ અને સંસ્કારિતા; બધું જ બતાવે છે કે સૉક્રેટિસ કેવા હતા! જ્યારે , બીજી બાજુ , છેલ્લા વાર્તાલાપ ‘ફીડો’માં આપણે ઇતિહાસ–પુરુષ સૉક્રેટિસનું ઊર્ધ્વીકરણ પામેલું રૂપાંતર જોઈએ છીએ, તેમાં એક આદર્શ તત્ત્વજ્ઞાની તરીકે એ દેખાય છે. પ્લેટોના મનમાં વિકાસ પામેલા સૉક્રેટિસના આદર્શવાદ કે અધ્યાત્મવાદી તત્ત્વજ્ઞાનના વિચારનું જ તેમાં એક વિશિષ્ટ પ્રતિનિધિત્વ જોવા મળે છે. [પ્રસ્તાવનામાંથી] [ફોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇન્ડિંગ, સાઇઝ 5.5 × 8.5, પાનાં 168, રૂ. 200]

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

349


મુસ્તફા કમાલ પાશા : ઇજિપ્તના ઉદ્ધારક ઇજિપ્તના નામીચા આગેવાન મુસ્તફા કમાલ પાશા

કૅ રો ખાતે ૩૩ વર્ષની નાની વયે ગુજરી ગયેલ છે. તેમનું ટૂ કં ું જીવનચરિત્ર ઇજિપ્તના છાપા ઉપરથી અમે નીચે આપીએ છીએ. તેમનો જન્મ ૧૮૭૪માં થયો હતો. ૬ વરસની ઉંમરે તેમણે અભ્યાસ શરૂ કરે લ. થોડાં જ વરસના અભ્યાસ બાદ તેઓ કૅ રોમાં નામીચા અબાસ પાશાની યાદગીરીમાં સ્થપાયેલ સ્કૂલમાં દાખલ થયા. તે વખતે તેમના પિતા અલી એફે ન્દી મહમદ મરણ પામ્યા, જ ેઓ સરકારી ખાતામાં મુખ્ય એન્જિનિયર હતા. મુસ્તફા કમાલ પાશાએ ૧૦ વરસની ઉંમરે પ્રાથમિક કેળવણીની પરીક્ષા પહે લે નંબરે પસાર કરી. પછીનાં ચાર વરસમાં તેમણે મધ્યમ કેળવણીની પરીક્ષા પસાર કરી, જ ેમાં તેમણે એક ચાલાક અને બુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે નામ કાઢ્યું. પંદરમે વરસે કાયદાનો અને ફ્રેંચનો અભ્યાસ કરવા માંડ્યો. તે વખતે તેમની રાજદ્વારી જિંદગીનું બીજ રોપાયું. થોડી મુદતમાં તેઓ અભ્યાસ માટે ફ્રાન્સ ગયા, અને ૧૯ વરસની ઉંમરે કાયદાની પરીક્ષા પસાર કરી ડિગ્રી મેળવી. પોતાના કાયદાના જ્ઞાનના બળ વડે તેટલી ઉંમરે તેમણે બહાદુરીથી રાજદ્વારી બાબતોમાં ઝંપલાવ્યું; અને એક મહાન લડત શરૂ કરી. તે માટે ભાષણોથી અને લખાણોથી મહે નત કરવામાં પોતાના મરણ સુધી મથ્યા. કૅ રોમાં કેટલીક મંડળીઓમાં જોડાયા અને ભાષણોથી તેના મેમ્બરોને રાજદ્વારી હિલચાલ માટે ઉત્સાહી બનાવ્યા. ફ્રાન્સના ટુલુસ શહે રની ફ્રેંચ ચેમ્બરને તેમણે એક કાગળ લખ્યો. તે તેમની રાજદ્વારી જિંદગીનું પહે લું અને એક જાણવા લાયક પગથિયું હતું. તે કાગળમાં તેમણે ઈજિપ્તની હાડમારીઓ અને સંકટોનું વર્ણન કર્યું હતું. આ હિં મતવાન અને બુદ્ધિશાળી પગલાથી તેમને રાજદ્વારી વિષય પર જાહે રમાં બોલવા પહે લી તક મળી. ટુલુસના નામીચા રાજદ્વારીઓ આગળ ભાષણ કરવાને તેમને આમંત્રણ 350

થયેલું. મુસ્તફા કમાલ પાશા પોતાના વાક્ચાતુર્યથી સાંભળનારાઓને કેવા છક કરી નાખતા તેનો ખ્યાલ તેણે તેમને બોલતા સાંભળેલ હોય તેને જ આવી શકે. જાહે ર ૧૮૭૪-૧૯૦૮; અથવા તો ખાનગી ઇજિપ્તના જાણીતા આગેવાન અને ચળવળકર્તા. વાતચીતમાં ને ખાસ કરીને પોતાના દેશની સ્થિતિ વિશે, તેમને બોલતા સાંભળનારાઓને બહુ જ રસ પડતો. જાહે ર ભાષણમાં લોકોને જુ સ્સો ચડાવી ઘેલાતૂર બનાવી દેતા, અને પોતાના દેશાભિમાનની લાગણી વડે તેમનાં મન હરી લેતા. તેમની રાજનીતિ એકદમ પ્રજાપક્ષી (નેશનાલિસ્ટ અથવા હિદમાંની એક્સ્ટ્રોમિસ્ટીની પદ્ધતિને મળતી) હતી. રાયથી તે રં ક સુધી દરે ક વર્ગના લોક તેમનાં ભાષણ સાંભળવા ઊભરાઈ જતા; અને તે દરે કને મુસ્તફા કમાલ પાશા પ્રજાકીય ભાઈચારાનો બોધ આપતા. કૅ રો અને એલેકઝાંડ્રિયાના લોકોમાં ૧૮૯૫થી ૧૯૦૭ સુધી તેમણે પોતાનાં ભાષણો ફે લાવ્યાં. તે ભાષણો તેઓ અત્યંત બુદ્ધિપૂર્વક અને સુંદર રીતે ઘડી કાઢી તૈયાર કરતા, અને હં મેશાં તે ફતેહમંદ ઊતર્યા છે. મુસ્તફા કમાલ પાશાને લોકો પોતાનો રખેવાળ અને ઉદ્ધારક ગણતા. લોકોનો તેમના પર કેટલો પ્યાર હતો તે વિશે ઘણી લાગણીભરે લી વાર્તાઓ છે. જ્યારે જ્યારે કોઈ કોમને (અંગ્રેજી) સરકાર સામે ફરિયાદ હોય ત્યારે તેઓ મુસ્તફા કમાલ પાશાના છાપાંની ઑફિસને ઘેરી લેતા, અને વચ્ચે પડવા અથવા રસ્તો બતાવવા પાશા આગળ પોકાર કરતા. તે વખતે તેમને કેમ વર્તવું તેની પાશા શિખામણ આપતા, અને કહે તા કે દૃઢતા અને હિં મતથી કામ લો. સત્ય અને ફરજને [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


અડગ રીતે વળગી રહે જો. આ સદ્ગુણોને લીધે પાશાએ પોતે નામ કાઢ્યું હતું. લોકો તેમને કેટલા પ્યારથી ચાહતા તેનો એક દાખલો પાશા મગરૂરી સાથે કહે તા. એક વખત ભાષણ આપવાના હૉલમાં જવા માટે તેઓ ‘અરબાગી’ ભાડે કરીને હૉલમાં ગયા. પછી હાંકનારને કલાક કરતાં વધુ વખત સુધી ખોટી કરી મૂક્યો. ભાષણ કરી આવીને પાશાએ ભાડુ ં આપવા માંડતાં હાંકનારે

હઠ કરી પૈસા લેવા ચોખ્ખી ના પાડી, અને જણાવ્યું કે લોકના આગેવાનની સેવા કરવા માટે મને બહુ આનંદ અને મગરૂરી થાય છે. તેઓ લોકોમાં કેટલા ચહવાતા તેની આવી ઘણી સાબિતીઓ મળી આવે છે. લોકો તેના બોલ સાંભળી ઝનૂની બની જતા, અને ફરજ બજાવવા તથા ઇજિપ્તની ઉન્નતિ કરવા આતુર થતા. [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, ૨૮-૩-૧૯૦૮ i

વિદ્યાર્થીવર્ગમાં તેમની લોકપ્રિયતા બેહદ હતી. એક

વિદ્વાન માણસે કહ્યું હતું કે ઇજિપ્તમાં કાયદાનો અભ્યાસ કરનારા બધાયે વિદ્યાર્થીઓ પાશાના પક્ષકારો હતા. જ્યારે પાશા યુરોપમાંથી પાછા ફર્યા ત્યારે તેમના માનમાં વિદ્યાર્થીઓ અને લોકોનું જ ેવડુ ં સરઘસ નીકળ્યું હતું, તેવું એકે ઇજિપ્શિયનના માનમાં અગાઉ કદી નીકળ્યું ન હતું. મુસ્તફા કમાલ પાશા એક ઉત્તમ ભાષણકર્તા હતા, તે ઉપરાંત એક સરસ લેખક પણ હતા ઇગ્લંડના डेली न्यूस પત્રના જણાવવા પ્રમાણે દુનિયાના મુસલમાનોમાં તેઓ એક બાહોશ છાપાકાર હતા. નિશાળે જતા તે અરસામાં તેમણે रोमन गुलामगीरी પર પુસ્તક લખ્યું હતું, તથા प्रजाओनी जिंदगी એ વિષય ઉપર એક ગ્રંથ રચેલો. કેટલીક કવિતા લખી હતી તે ઉપરાંત एन्डेलुशियानी जीत એ વિષય ઉપર ઐતિહાસિક નવલકથા બનાવી હતી. તેમની કલ્પનાશક્તિ અને ખંત અખૂટ હતાં. પૂરી વીસ વરસની ઉંમર થઈ નહોતી તે વખતે તેમણે अल-मद्रेसा નામનું માસિક કાઢ્યું; જ ે તેમનાં લખાણોની તીખાશ અને નવીનપણા માટે પ્રસિદ્ધ થયેલ. ૧૯૦૦ની સાલમાં તેમણે लीवा પત્ર કાઢ્યું તે પહે લાં તેઓ ઇજિપ્શિયન અને પરદેશી માસિક પત્રોમાં તથા છાપાંઓમાં લખાણો કરતા. ફ્રેંચ ભાષાનું તેમનું જ્ઞાન સંપૂર્ણ હોવાથી યુરોપી લોકો આગળ ઇજિપ્તનો સવાલ મૂકવાની તેમને કીમતી તકો મળેલી. આગળ ચાલતાં તેમના પર કામનો અત્યંત બોજો વધેલો, છતાં પણ વખત બચાવી તેમણે

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

જાપાન વિશે એક પુસ્તક લખ્યું, તથા પૂર્વના સવાલ ઉપર એક ગ્રંથ બનાવ્યો. તેમના ઘણાખરા ગોરા મિત્રો ફ્રેન્ચ લોકોમાં હતા; ...તેમના સદ્ગુણોને લીધે ઘણા લોકો તેમના તરફ ખેંચાતા. તેમની રીતભાત અને વાતચીતની મીઠાશથી લોકોનાં મન હરાઈ જતાં અને તેઓ મુસ્તફા કમાલ પાશાના (નેશનાલિસ્ટ) પક્ષમાં જોડાતા. મેડમ જુ લિયેટ ઍડમ જ ે તેમનાં જિંદગી સુધીનાં મિત્ર હતાં તેમણે મુસ્તફા કમાલ પાશાનાં ભાષણોની ફ્રેંચ આવૃત્તિની પ્રસ્તાવનામાં લખ્યું છે કે “મુસ્તફા કમાલ પાશાએ આખા યુરોપની મુસાફરી કરી છે, જ ે દરમિયાન રાજદ્વારી અને છાપખાનાના નામીચા માણસો સાથે તેમણે દોસ્તી બાંધી છે.” એ દોસ્તી પોતાના દેશના હિત માટે તેમને કામ લાગેલી. બ્રિટિશ રાજનો અમલ થયા પછી ઇજિપ્શિયન સામે તિરસ્કાર અને આંધળાપણું બતાવવાનું જ ે પૂર શરૂ થયેલું તેને અટકાવી દેવા માટે મુસ્તફા કમાલ પાશાનો મહાન પ્રયાસ હતો. તેમાં તેમને ફતેહ મળેલી એ વાતની કોઈ ના પાડશે નહીં. આજ ે ફ્રેંચ લોકો બધી જગ્યાએ ઇજિપ્શિયન વિશે ઊંચો મત ધરાવે છે, અને તેમના તરફ ઘણી દિલસોજી બતાવે છે તે મુસ્તફા કમાલ પાશાએ આદરે લી મહાન લડતને લીધે છે. ભાષણો, સંવાદો, અને લખાણો વડે તેમણે બતાવી આપ્યું હતું કે દેશોન્નતિ માટે ગમે તેટલી મહે નત કરતાં પણ તેઓ થાકે તેમ ન હતું. તેમનાં લખાણો અને ભાષણોમાંથી ઇટાલીના મહાન દેશભક્ત 351


બક્ષેલા. તેમની જિંદગીનાં છેલ્લાં વરસોના કામથી આખું ઇજિપ્ત સારી પેઠ ે વાકેફગાર બનેલું. પોતાની ઉંમર વધતી ગઈ તેમ તેમ તેમણે વધુ કામો કરવા માંડલ ે ાં. કશાથી તેઓ ડરે તેવા નહોતા, કે પોતાની હિલચાલને તજ ે તેવા નહોતા. સુદાનનો કબજો ઇંગ્લંડે લીધો એ વગેરે બનાવોથી ઇજિપ્તના લોકોની સ્વતંત્રતા પર નિર્દય ફટકા લાગ્યા. પણ તેવી કોઈ કમનસીબીથી પાશા એક પણ ક્ષણ નાઉમેદ નહીં થયેલા. જ ેમ જ ેમ તેમના ટેકો દેનારાઓ ખસી જતા ગયા, અને બીજા બીકણ દોસ્તો ઇજિપ્તની હિમાયત તજી દેતા ગયા, તેમ તેમ મુસ્તફા કમાલ પાશાની હિં મત વધુ જોર પકડતી ગઈ, ને તેમણે વધારે ને વધારે મહે નત લેવા માંડી. ૧૯૦૬ના ડિસેમ્બર માસમાં તેમણે ઇજિપ્તના નેશનલ પક્ષની સ્થાપના કરી. તે તેમનું છેલ્લું મહાન કાર્ય હતું. તે દિવસે મોતના બિછાનેથી ઊઠીને તેમણે જ ે ભાષણ આપ્યું તેથી હજારો લોકો લાગણીના આવેશમાં ગાંડા જ ેવા બની ગયા. અને તાળીઓની મોટી ગર્જના કરી મૂકી. તેમના (નેશનાલિસ્ટ) પક્ષના સિદ્ધાંતો પાળવા તેઓએ જ ે વચનો આપેલાં તે મરતી વખતે પોતાના સ્વદેશી ભાઈઓને માટે મુસ્તફા કમાલ પાશાએ મૂકેલા વારસા બરાબર ગણાશે. પોતાના પક્ષની સ્થાપનાના કામ માટે પડેલી અથાગ મહે નતને લીધે તેમની નાજુ ક તબિયતને ધોકો પહોંચ્યો, કે જ ેથી તે ફરીથી ઊઠ્યા નહીં. મરણને બિછાને સૂતાં સૂતાં પોતાની લડત જારી રાખી, અને વડા પ્રધાન પર, તથા સર એડવર્ડ ગ્રે પર લખાણો કર્યાં અને ઇજિપ્શિયનો સ્વરાજ ભોગવવા લાયક નથી એવા આરોપનો સખત જવાબ વાળ્યો. ત્યાર પછી છઠ્ઠે દિવસે તેમની જિંદગીનો અંત આવ્યો, અને ફે બ્રુઆરીની ૧૦મી તારીખે તેમણે દેહ છોડ્યો. [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, ૪–૪–૧૯૦૮

સત્ય અને ન્યાયનો અંતે જય છે એવો મૅઝીનીને જે વિશ્વાસ હતો તે પાશાનાં ભાષણો અને લખાણોમાં બહુ જોવામાં આવે છે. બેદરકારી, સ્વદેશાભિમાનની ખામી, અને કાયરતા, એટલા દુર્ગુણને તેઓ ઇજિપ્તના દુશ્મન બરાબર ગણતા, અને તેથી તેને દૂર કરવા મોટી તકરારોમાં ઊતરતા

મૅઝીનીના સિદ્ધાંતો મળી આવે છે. સત્ય અને ન્યાયનો અંતે જય છે એવો મૅઝીનીને જ ે વિશ્વાસ હતો તે પાશાનાં ભાષણો અને લખાણોમાં બહુ જોવામાં આવે છે. બેદરકારી, સ્વદેશાભિમાનની ખામી, અને કાયરતા, એટલા દુર્ગુણને તેઓ ઇજિપ્તના દુશ્મન બરાબર ગણતા, અને તેથી તેને દૂર કરવા મોટી તકરારોમાં ઊતરતા. પશ્ચિમનાં એક અક્કલમંદીનાં સાધનો વગર ઇજિપ્તની ખરી ઉન્નતિ થશે નહીં એમ તેમને ચોક્કસ ઠસી ગયું હતું. પશ્ચિમ અને પૂર્વના લોકોનો સંબંધ વધુ ઘાડો હોવાની જરૂર વિશે બોલવામાં તેમણે બાકી રાખ્યું ન હતું. છતાં ઇસ્લામી તરીકે તેઓ ચુસ્ત હતા. ધાર્મિક સુધારાની બાબતમાં તેમનો ઉત્સાહ બેહદ વધી જતો. તુર્કી સાથેનો સંબંધ બહુ જાણીતો હતો. તેથી ખિજાઈને કેટલાક ગોરાઓએ તેમને ‘ટરકોફાઈલ’ એવું નામ આપેલું. ઇજિપ્તની સ્વતંત્રતાની આડે તુર્કી આવે નહીં એવી તેમની રાજનીતિની માન્યતા હતી. ના. સુલતાન તેમના રાજદ્વારી વિચારો માટે તેમને માન આપતા, અને તેમને ‘બીજા વર્ગના મજીદિયા’ તથા ‘રુતબા–ઉલ–સુફતાની’ એવા ખિતાબો તેમણે o

352

[ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


મિ. કે ર હાર્ડી : ખાણમાંથી પાર્લમેન્ટમાં પહોંચનાર! જ ેમ્સ કેર હાર્ડીનો જન્મ ૧૮૫૬ના ઑગસ્ટની ૧પમી

તારીખે સ્કૉટલૅન્ડમાં એક ખાણના બારકસની અંધારી ઝૂંપડીમાં થયો હતો. પોતાને આંસુ પડેલાં તે તેનો પહે લો અનુભવ હતો. રીઝવનારા હાલરડાંને બદલે તેણે પહે લો ડૂ સકાંનો આવાજ સાંભળેલ. માટીની ભોંયવાળી, ઘાસના, છાપરાવાળી, એક સરિયામ રસ્તા પર આવી રહે લી આ કોટડીમાં કેર હાર્ડીએ તેનું બાળપણ ગુજરે લું. તે તેની દાદીની સંભાળ નીચે હતો. તે બિચારીને ખેતરમાં કામ કરવા આખો દહાડો બહાર રહે વું પડતું. તેનો બાપ ખલાસીનું કામ કરતો એટલે તે ઘેર ન રહે તો. તેની માને પણ નોકરીએ જવું પડતું; એટલે દિવસે તે એકલો જ રહે તો. કેર ૩ વરસનો થયો તે વખતે તેના બાપે ખલાસીનું કામ છોડી દીધું; અને ગ્લાસગો પાસે ગોવનમાં તે કુ ટુબ ં રહે વા ગયું. તે દિવસથી તેની મા તેની શિક્ષક બની. શિક્ષણ નિશાળના જ ેવું કે જ ેટલું તો કંઈ હતું નહીં. ગામડાંની નિશાળમાં એક દિવસની હાજરી આપવા જ ેટલો વખત તે માંડ ભણ્યો હશે. તેની મા તેની મિત્ર થઈ પડી. તેણી એક અસાધારણ બાઈ હતી. જ ેવી મા તેવો જ દીકરો હતો. માની નબળી તબિયતમાં તેને મદદ કરતાં તેણીની પાસેથી તે કક્કો શીખેલો. અને બાળકો સારુ સચિત્ર ચોપડીઓ જ ે દુકાનોમાં ખુલ્લી મૂકવામાં આવી હોય તેમાંથી તે વધુ જ્ઞાન મેળવતો. આ વખતે જ તેનો બાપ જ ે શિપયાર્ડમાં કામ કરતો હતો તે મરણ પામ્યો અને તેના પર આફત આવી પડી. ઓછામાં પૂરી તે વખતે પડેલી હડતાળે તેઓના દુઃખમાં ખામી રાખી નહીં. કેર આ વખતે ૭ વરસની ઉંમરનો હતો. પણ દશા એવી આવી પડી હતી કે બાળક મટી જઈ તેને પેટ ભરવાની જંજાળમાં ગૂંથાવું પડ્યું. એક પછી એક ઘણાં કામો બદલતાં છેવટ આઠ વરસની ઉંમરે તેને ખાણમાં દરવાનનું કામ મળ્યું. આટલી વયમાં તેનાં ભવિષ્યનાં ચિહ્ન સૂચવનારા ઘણા બનાવો બનેલા, પણ બે

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

બનાવો ખાસ નોંધ લેવા જ ેવા છે. એક તો ખાણિયા લોકોને ભડાકાના સાધારણ અકસ્માતો નડે છે તેની વાત છે. દરવાનના કામમાંથી નાના કેરને ટટ્ટુ સંભાળવાનું કામ ૧૮૫૬-૧૯૧૫; સોંપવામાં આવેલું. ટૂ કં ઇંગ્લંડના લેબર પક્ષના આગેવાન અને હિંદના દિલસોજ મિત્ર. મુદતમાં કેર અને ટટ્ટુ એકબીજા સાથે બહુ હળી ગયાં હતાં. એક દિવસ ખાણમાં ધીમા ગડગડાટની સાથે ગૂંગળાવી નાંખનારો સુસવાટ નીકળ્યો. બત્તીઓ બુઝાઈ જવા લાગી અને ખાણિયા લોકો હં મેશાં જ ે ધાસ્તીમાં હોય છે તે ધાસ્તીવાળો બનાવ — અકસ્માત બન્યાનાં સર્વે ચિહ્નો દેખાયાં. તરત જ દોડતા અને અંધારામાં લથડતા માણસોનાં પગલાં સંભળાયાં, બીજાઓને નાસી છૂટવાની ચેતવણી આપનારી બૂમો પણ સંભળાઈ. બાળક કેર પણ ગભરાયો અને ટટ્ટુને લઈ નાઠો. સારા ભાગ્યે ટટ્ટુ તેની કુ દરતી પ્રેરણાથી તેને તબેલામાં ઘસડી ગયું. તપાસ કરતાં છોકરો ગુમ થયાની જાણ થઈ. તેનો બચાવ કરવાને ખાણમાં કેટલાક ઊતરી પડ્યા તો તબેલામાં ટટ્ટુ અને છોકરો બંને સૂતેલા નજરે પડ્યા. ગ્રેટ બ્રિટનના એક જોરાવર રાજદ્વારી પક્ષનો પાયો નાખવા ભવિષ્યે તે બાળકને આમ મરતો બચાવી લીધો. ઘેર પરચૂરણ કલાકોમાં હં મેશાં પોતાનો અભ્યાસ વધાર્યે જતો હતો. તેણે સહુથી પહે લી જ ે પેનીઓ બચાવી હતી તે વડે કાર્લાઈલ તથા સ્ટુઅર્ટ મિલનાં જૂ નાં પુસ્તકો ખરીદ્યાં. કાર્લાઈલનાં પુસ્તકોમાંથી તે દંભને ધિક્કારવા શીખ્યો. અને મિલનાં પુસ્તકોમાંથી સ્વતંત્રતાને ચાહતાં શીખ્યો. વિદ્યા મેળવવાનું તેનું મક્કમપણું તે તેનું ભવિષ્ય સૂચવનાનું બીજુ ં ચિહ્ન હતું. પથ્થરની ચીપને ખાણિયાઓના દીવા પરથી 353


મસ લગાવી તે ઉપર ટાંચણી વડે તે લખવાનો અભ્યાસ કરતો. અને એવી જ રીતે ટૂ કં ાક્ષરી પણ સંપૂર્ણ રીતે શીખ્યો. આવા ખંતીલા સ્વભાવ સાથે કેળવણી આપવાની શક્તિ તથા ભાષાજ્ઞાને તેને સંપૂર્ણ બનાવ્યો. फ्रोम सर्फडम टु सोशियालिझम (ગુલામીમાંથી સામાજિક સરખાપણું) એ પુસ્તક તેની પંડિતાઈનો નમૂનો છે. i

તેની ૨૧ વર્ષની ઉંમર ખાણના એક બીજા બારીક મામલામાં તેને સામેલ થવું પડ્યું. ખાણિયાઓ પોતાની અંધેર દશા સામે માથું ઊંચું કર્યું. કામ કરવાની વધારે સારી શરતોની તેઓએ માગણી કરી. કેર હાર્ડીને તેઓના આગેવાન તથા વકીલ તરીકે પસંદ કરવામાં આવ્યો. ઉશ્કેરણી કરનારને સજા કરવાનો તે જમાનામાં એક જ રિવાજ હતો. તેને બરતરફ કરવામાં આવે અને આખા પરગણામાંથી તેને માટે રોજીનાં સાધન બંધ કરવામાં આવે. કેર હાર્ડીને નસીબે એમ જ બન્યું. પણ આ જુ લમનું પરિણામ અદ્ભુત આવ્યું. કોદાળીએ કમાઈ ખાવાનું તેને માટે બંધ થયું, એટલે કલમથી કમાઈ ખાવાનું તેને સૂઝ્યું. તેમાં તેણે એવી ફતેહ મેળવી કે તે પોતાના મંડળનો સેક્રેટરી બન્યો એટલું જ નહીં, પણ कमनोक न्यूसनो અધિપતિ બન્યો. ૧૮૮૦માં તેનાં લગ્ન થયાં. રાજદ્વારી ચળવળ કરનારાઓને જ ે આત્મભોગ આપવો પડે છે તે કેર હાર્ડીને પણ આપવો પડેલ, અને તેના કુ ટુબ ં ે તેમાં ભાગ લીધો હતો. બ્રિટનનું પ્રજાસત્તાકપણું આવાં કુ ટુબ ં ના આત્મભોગને આભારી છે. તેણે અનુભવથી જોયું કે તે વખતના બેમાંથી એકે રાજદ્વારી પક્ષની (કન્ઝર્વેટિવ અને લિબરલ) મદદથી દહાડિયાંઓની સ્વતંત્રતાનો સૂરજ ઊગે તે આશા ફોક હતી. ટોરી (કન્ઝર્વેટિવ) તે માત્ર જુ લમી જાગીરદારનો પક્ષ હતો; અને લિબરલ પક્ષ તે વેપારી પક્ષ સરખો જ હતો. મજૂ રોની ગુલામીને આગ્રહપૂર્વક ઇચ્છનારો તે પક્ષ હતો. આ અનુભવના પરિણામે ૧૮૮૬માં મીડલે નારક1 ખાતે મજૂ રો વતી આમની સભાના ઉમેદવાર તરીકે તે પહે લવહે લો બહાર પડ્યો. 1. આ નામમાં ભૂલ લાગે છે. 354

‘કેર હાર્ડી’ એ નામ તે પરગણાની અંદર તેમ જ બહાર પ્રખ્યાત થઈ ગયું હતું. તેનાં ભાષણો સાદાં, સીધાં અને ફતેહની આસ્થાને જુસ્સાથી પ્રેરનારાં હતાં. જેને રોજી નહીં મળતી હતી એવા વોટ વગરના એટલે મૂંગા જનસમૂહની નીડર હિમાયતથી તે આખરે ‘अनएप्लोइड’ના પ્રતિનિધિનું પદ પામ્યો

તેની અસર જોકે અદ્ભુત થઈ, પણ પરિણામ તરત ફતેહમંદભરે લું ન આવ્યું. ચૂંટણીમાં હાર્ડી હાર પામ્યો. મજૂ રો હજી સમજતા થયા નહોતા કે તેઓ જો ધારે તો બંને મુખ્ય પક્ષોનું ત્રાજવું પોતાના હાથમાં રાખી શકે તેમ છે, અને તેઓની ફતેહની લગામ તેઓના જ હાથમાં છે. તરતમાં ફતેહ ન મળી છતાં તે પ્રયાસે આશાનો એક નવો રસ્તો ખુલ્લો મૂકયો અને એવાં બી રોપ્યાં કે હવે તેનો થોકબંધ પાક ઊતરવાનાં - ખરી રાજદ્વારી સ્વતંત્રતાનાં — ચિહ્નો નજરે પડે છે. તેણે જોયું કે મજૂ રવર્ગને તેની ખરી ફરજ તરફ આંખ ઉઘાડવા માટે પોકારની જરૂર છે. એટલે હાર્ડીએ माइनर છાપું કાઢવું શરૂ કર્યું. જ ે પાછળથી लेबर लीडर કહે વાયું. આ સમયમાં ‘કેર હાર્ડી’ એ નામ તે પરગણાની અંદર તેમ જ બહાર પ્રખ્યાત થઈ ગયું હતું. તેનાં ભાષણો સાદાં, સીધાં અને ફતેહની આસ્થાને જુ સ્સાથી પ્રેરનારાં હતાં. જ ેને રોજી નહીં મળતી હતી એવા વોટ વગરના એટલે મૂંગા જનસમૂહની નીડર હિમાયતથી તે આખરે ‘अनएप्लोइड’ના પ્રતિનિધિનું પદ પામ્યો. આ તેની સહुથી વહાલી નેમ હતી. આ પછી કેટલાંક વરસો સુધી ભારે મુસીબતોમાં વિરુદ્ધ પક્ષોની સામે તેને હાડતોડ લડત લેવી પડી હતી. બ્રિટિશ આમની સભામાં ‘ઇંગ્લંડના ગૃહસ્થો’ વચ્ચે એકલા ઊભા રહી વેસ્ટહામના પ્રતિનિધિ તરીકે તેના તે મુદ્દાઓ રજૂ કરવા, એવું મુશ્કેલ કામ કોઈકે જ માથે લીધું હશે. પણ આ નીડર સ્કોચ ખાણિયો સ્પષ્ટ, ને સીધા શબ્દોમાં પોતાના મુદ્દા રજૂ કરતો અને સાંભળનારાઓને તે [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કડવા લાગતા. માણસો તેને વારં વાર સમજાવતા કે આમની સભામાં નિમાયલા સભાસદની આ રીત ન કહે વાય. બંને પક્ષનાં છાપાંઓ ઇતિહાસમાં મશહુર થયેલા પોતપોતાના પક્ષનું રક્ષણ કરવા સદા તત્પર જ હતાં. તેઓ રાઈનો પર્વત તો કરતાં પણ રે તી હોય ત્યાં સમુદ્ર પણ બતાવતાં, એટલે કે જૂ ઠાણાંની હદ રાખતાં નહોતાં. ‘સોશિયાલિસ્ટ’ અને મજૂ રવર્ગને કેર હાર્ડીના આમની સભામાં દાખલ થવાથી બેશક અગાઉ કદી નહીં અનુભવેલું હોય એવું જોર મળ્યું. હાર્ડીએ જાણ્યું કે હવે ખરે ખર કામ કરવાની ઘડી છે. કેટલાક વિશ્વાસુ સોબતીઓનો જમાવ કરીને ૧૮૯રની ટ્રેડસ યુનિયન કૉંગ્રેસમાં તેણે મજૂ રવર્ગની રાજદ્વારી સ્વતંત્રતાનો ઝંડો ઉઠાવ્યો. આ બતાવી આપે છે કે માત્ર બોલવાથી જ નહીં પણ સાથ બજાવવાથી જ ‘સોશિયાલિઝમ'નો મજબૂત રીતે અને ઝડપથી ફે લાવો થઈ શકે તેમ છે એવી તેને પૂરેપૂરી ખાતરી થઈ ચૂકી હતી.

ચલાવી શકશે નહીં. મજૂ રવર્ગ સમજતાં શીખ્યો કે તેઓના હાથમાં કેટલી સત્તા છે અને તેઓ શું કરી શકે તેમ છે. સોશિયાલિઝમની બાબતમાં, રોમન કેથલિક જ ેમ પોતાના ધર્મને શિરસાટે વફાદાર હોય છે તેમ તે પોતાના સોશિયાલિસ્ટ વિચારોને વફાદાર હતો. તે એમ માનતો કે એ જ વ્યવસ્થા અંતે માણસજાતની સ્વતંત્રતાને બક્ષનારી છે. મોટાઈ મેળવવાનો તેનો કદી ઉદ્દેશ ન હતો. આમની સભામાં પોતાના પક્ષની આગેવાની તેણે એવી બાહોશીથી બજાવી કે બીજ ે વર્ષે પણ તેને જ આગેવાની લેવા આગ્રહ કરવામાં આવ્યો. પણ પ્રજાસત્તાક ધોરણની રૂએ એક જ માણસની આગેવાનીની વાત તેને પસંદ આવી નહીં, તેથી તેણે એવી શરતે બીજા વરસની આગેવાની સ્વીકારી કે પછીથી તેને તેમાંથી ફરાગત રહે વા દેવામાં આવે. તેને વિશે ગમે તે બોલવામાં આવે પણ એટલું તો ચોક્કસ કે તેના જ ેવો સાચો, દિલદાર, લાંબી નજરવાળો અને બહાદુર આગેવાન બીજો મળવાનો નથી. નિમકહલાલ કામ કરનારાઓ ઘણાએ થઈ ગયા છે અને છે, પણ તે બધામાં ગ્રેટ બ્રિટનની ‘સોશિયાલિસ્ટ’ હિલચાલના એક શાણા આગેવાન તરીકે જ ે. કે. એચ. (જ ેમ્સ કેર હાર્ડી) તો એક ‘જી.ઓ.એમ.’ (ગ્રાન્ટ ઓલ્ડ મેન) તરીકે સર્વદા મનાયલો રહે શે. વર્ષો જતાં જાય છે તેમ તેના પરની શ્રદ્ધામાં વધારો થતો જાય છે; અને તેથી વધારે શ્રદ્ધાને બીજો કોઈ પાત્ર પણ નથી. [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, [૩-૯-૧૯૧૦, ૧૦-૯-૧૯૧૦, ૧૭-૯-૧૯૧૦]

i

...એક નવો ‘સ્વતંત્ર પક્ષ’ ઊભો કરવો તે મુસીબત

વગરનું કામ નહોતું. તેના હે તુઓને તેમ જ તેના મુદ્દાને સખત રીતે વગોવવામાં આવતા. પણ હરકોઈ પ્રમાણિકપણે તપાસવાવાળાને એટલી છે ખાતરી થશે જ કે તેના હે તુઓ નિર્દોષ હતા. તે એમ જ માનતો કે મજૂ રવર્ગના ઘણા લોકો છે, એટલે તેઓના હાથમાં વોટ પણ ઘણા છે, અને તેઓનું વાસ્તવિક ભલું કરવાને તે વોટનો ઉપયોગ કેવી રીતે કરવો તે જ તેઓને શીખવાનું છે. ૧૯૦૬ની સાલે એ બોધ શીખવ્યો કે ઇતિહાસમાં પ્રખ્યાત થયેલા બે પક્ષો (લિબરલ અને કન્ઝર્વેટિવ) હવે કદી એકહથ્થુ રાજ્ય o

ધર્માત્મા ગોખલે : ગોખલે વિશે ગાંધીજી

કિંમત : ૭૫.૦૦ “ગાંધીજીએ ગોખલેને પોતાના ગુરુ તરીકે માન્યા હતા, તેઓ તેમને શિષ્યભાવે અનુસર્યા હતા અને વીસ વર્ષ તેમનો તેમણે સમાગમ કર્યો હતો. શું તેમનું જીવન હતું, કેવું તેમનું ચારિત્ર્ય હતું, શા તેમના મનોરથો હતા, શો તેમનો વારસો અને શો તેમનો સંદેશો — કિશોરલાલ મશરૂવાળા હતો, તેનું વિવેચન આ લેખોમાં મળશે.”

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

355


જોસેફ ડોક : સત્યશોધક દીનદલિતોના મિત્ર ...જ ે દેશમાં ધાર્મિક માણસો પણ સ્થાનિક રં ગદ્વેષથી

મુક્ત નથી તે દેશમાં મિ. ડોક, જાતિ, રં ગ અને સંપ્રદાયના ભેદભાવ નહીં જાણનારા થોડા માનવીઓમાંના એક હતા. મિ. ડોક મૃત્યુ પામ્યા છે તેમ છતાં તેમના સંપર્કમાં આવવાનો જ ેમને લહાવો મળ્યો હતો તે સૌનાં દિલમાં, તેઓ પોતાના પ્રેમ અને દયાનાં કાર્યો મારફતે વસી રહ્યા છે. મિ. ડોકની કાર્યશક્તિ અખૂટ હતી. તેઓ અનેક પ્રવૃત્તિવાળા માનવી હતા. ઉપદેશ આપવાના તેમના પોતાના કાર્યમાં તેમની વાણી હૃદયને જીતી લે એવી સચોટ અને નિખાલસ હતી. પોતે જ ેમાં માનતા ન હોય તેવી વાતનો તેમણે કદી ઉચ્ચાર કર્યો નથી. આચારના જ ે નિયમો માટે પોતે મરવા તૈયાર ન હોય તેવા નિયમોનો તેમણે કદી ઉપદેશ કર્યો નથી. એટલે તો તેમનો ઉપદેશ અસરકારક બનતો. તેઓ એક બાહોશ લેખક હતા. તેમણે તેમના પિતામહનાં સંસ્મરણો લખ્યાં છે. તેમણે સામયિકોમાં લેખો લખ્યા છે. તેમણે હિં દીઓના સત્યાગ્રહની લડતની કથાના લોકપ્રિય ઇતિહાસનું પુસ્તક एन इन्डियन पेट्रियट इन साउथ आफ्रिका લખ્યું છે. લૉર્ડ ઍમ્પ્ટહીલે તેની ખૂબ જ પ્રશંસાભરી પ્રસ્તાવના લખી આપી છે. મિ. ડોક માટે આ કાર્ય કેવળ પ્રેમનો પરિશ્રમ હતું. હિં દીઓના સવાલમાં તેઓ શ્રદ્ધા ધરાવતા, અને આ પુસ્તક તેમણે કરે લી અનેક રીતની સહાયમાંની એક સહાય રૂપે હતું. હમણાં થોડા સમય પહે લાં જ, धि सीक्रेट सिटी નામનું કારૂની1 અદ્ભુત પ્રણયકથાનું તેમનું પુસ્તક પ્રગટ થયું છે. તે એક તાજુ બીભરી કલ્પનાશીલ કલાકૃ તિ છે. તેની બીજી આવૃત્તિ પણ પ્રગટ થઈ છે અને તેનો ડચ ભાષામાં અનુવાદ થયો છે. હિં દીઓની સત્યાગ્રહની લડતથી તેઓ એવા તો પ્રભાવિત થયા હતા કે સત્યાગ્રહની આચારસંહિતા વિશે વિસ્તૃત નિબંધ લખવાનું કાર્ય તેમણે હાથ ધર્યું હતું. આ નિબંધ 1. કેપ કૉલોનીનો એક નિર્જળ પ્રદેશ. 356

લખવા માટે તેમણે આ વિષય સાથે સંબંધ ધરાવતાં અનેક ખાસ પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. તેઓ એક ઊંચી કોટિના કલાકાર હતા. તેમનાં કેટલાંક ચિત્ર ૧૮૬૧-૧૯૧૩; પરગજુ પાદરી અને ગાંધીજીનું પ્રથમ સંગ્રહ કરવા જ ેવાં છે. ચરિત્ર લખનાર. ન્યૂઝીલૅન્ડનાં એક છાપાં માટે તેમણે અનેક હાસ્યચિત્રો દોર્યાં હતાં તેમાં તેમનો અદમ્ય વિનોદ જોવા મળે છે. મિ. ડોકનું શરીર દુર્બળ હતું, પરં તુ તેમનું મન વજ્ર જ ેવું મજબૂત હતું. તેમનાં જડબાં તેમની દૃઢતા દર્શાવતાં હતાં. તેમને કોઈ પણ માનવીનો ડર ન હતો કેમ કે તેઓ ઈશ્વરથી ડરનારા હતા. તેઓ પોતાના ધર્મમાં ઉત્કટ પ્રેમભરી શ્રદ્ધા ધરાવતા હતા, પરં તુ દુનિયાના સઘળા મહાન ધર્મો પ્રત્યે તેઓ આદર ધરાવતા હતા. મોઢે બોલવા પૂરતા ખ્રિસ્તી ધર્મની તેમને ચીડ હતી, પરં તુ તેઓ માનતા હતા કે દિલપૂર્વકના ખ્રિસ્તી ધર્મ દ્વારા જ અંતિમ મુક્તિ મેળવવાનું શક્ય છે. તેઓ જોહાનિસબર્ગમાં રહ્યા તે લગભગ આખા ગાળા દરમિયાન તેમણે કરે લા હિં દીઓ માટેના ખાસ કાર્યથી વાચકો એટલા બધા પરિચિત છે કે તે વિશે અહીં પુનરુક્તિ કરવાનું જરૂરી નથી. પણ હિં દીઓના સવાલ તરફ તેઓ વણનોતર્યા આકર્ષાયા હતા એ વાત ઘણા લોકો જાણતા નથી. તેઓ સદાને માટે સત્યશોધક અને દીનદલિતોના મિત્ર રહ્યા હતા. એટલા માટે, જ ેવા તેઓ જોહાનિસબર્ગમાં આવ્યા કે તરત જ, લોકોનું ધ્યાન ખેંચતા સવાલો શોધી કાઢવામાં પ્રવૃત્ત બન્યા. આમાંનો એક સવાલ હિં દીઓનાં સવાલ પણ છે એવું જાણતાં, તેમણે તેના આગેવાનોને શોધી [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કાઢ્યા, તેમની પાસેથી પરિસ્થિતિ જાણી લીધી, એ સવાલની બીજી બાજુ નો પણ અભ્યાસ કર્યો અને તેમને હિં દીઓનો સવાલ સંપૂર્ણ રીતે ન્યાયી લાગતાં, તેઓ અસાધારણ ઉત્સાહ અને નિષ્ઠાથી તેની સાથે એકરૂપ બન્યા. પોતાના ધર્મમંડળના શ્રોતાસમૂહમાં અપ્રિય બનવાનું જોખમ તેમણે વહોર્યું. પણ તે તેમને બાધરૂપ નહોતું. આ પત્રના સંપાદક જ્યારે હિં દુસ્તાનમાં હતા ત્યારે મિ. ડોક જ એની દોરવણી કરતા હતા અને લગભગ છ મહિનાના ગાળા દરમિયાન એક પણ એવું સપ્તાહ પસાર થયું નહોતું જ્યારે મિ. ડોકે તેમના બાહોશીથી લખેલા અને માહિતીપૂર્ણ અગ્રલેખો મોકલ્યા ન હોય. બ્રિટિશ હિં દી સંઘના ઇતિહાસના અત્યંત કટોકટીભર્યા તબક્કા દરમિયાન તેમણે મિ. કૅ લનબૅકની સાથે રહીને, એ સંઘની ચર્ચા-વિચારણામાં માર્ગદર્શન આપ્યું હતું. તેમના દેવળના કામ પ્રસંગે જ્યારે તેઓ અમેરિકા ગયા ત્યારે એમના પ્રત્યે કૃ તજ્ઞતા ધરાવતા લોકોએ તેમના માનમાં એક ભોજન સમારં ભ યોજ્યો હતો, જ ેના અધ્યક્ષપદે મિ. હૉસ્કૅન હતા. તે પ્રસંગે મિ. ડોકે ઉચ્ચારે લા શબ્દો, તે સાંભળનારના કાનમાં હજુ પણ ગુંજ ે છે. મિ. ડોક વિશે ખરે ખર કહી શકાય કે તેઓ સારી રીતે જીવ્યા અને સારી રીતે મૃત્યુને ભેટ્યા. તેમના મૃત્યુનો શોક તેમના કુ ટુબ ં ીજનો ઉપરાંત બીજા મોટી સંખ્યાના લોકોએ પણ કર્યો છે. મારી પ્રાર્થના છે કે આ વિચાર, તેમના કુ ટુબ ં ીજનોની આ ખોટમાં, તેમને આશ્વાસન આપનારો અને ટકાવી રાખનારો નીવડો. એ ખોટ જ ેટલી તેમને ગઈ છે તેટલી જ તેમના પ્રત્યે પ્રેમ કરતાં શીખેલા લોકોને પણ ગયેલી છે. સદ્ગત રે વ. જોસફ જ ે. ડોકનો જન્મ, ૫મી નવેમ્બર ૧૮૬૧ના રોજ ડેવનશાયરમાં ચડલી મુકામે થયો હતો. કુ ટુબ ં ના બે જ ભાઈઓમાં તેઓ અઢી વર્ષે નાના હતા. તેમના પિતાશ્રી ચડલીના ધર્મદીક્ષા આપનારા બૅપ્ટિસ્ટ પાદરી હતા. તેમના ભાઈ, મિ. વિલિયમ એચ. ડોક આફ્રિકન ભૂમિ પર ૧૮૮૨ના અંત ભાગમાં એક મિશનરી તરીકે અવસાન પામ્યા. સદ્ગત રે વ. ડોકને નાજુ ક સ્વાસ્થ્યને કારણે

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

શાળાનું શિક્ષણ ઓછુ ં મળ્યું હતું. ૧૬ વર્ષની વયે તેમણે તેમનાં માતુશ્રી ગુમાવ્યાં. ૧૭ વર્ષની વયે તેમના પિતાશ્રીએ તેમના પાદરીના હોદ્દાનું રાજીનામું આપતાં તેઓ પાદરી બન્યા. ૨૦ વર્ષની વયે તે દક્ષિણ આફ્રિકા આવ્યા. અહીં તેઓ થોડો સમય કેપટાઉનમાં રહ્યા. પાછળથી તેમને સાઉથ આફ્રિકન બૅપ્ટિસ્ટ યુનિયને ગ્રેટ રીનેટમાં નવું પ્રચાર ક્ષેત્ર શરૂ કરવા મોકલ્યા. અહીં તેમને ૧૮૮૧માં મિસ બિગ્ઝ સાથે ભેટો થયો અને તેમની સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. ત્યાર પછી તરત જ તેઓ ચડલી પાછા ફર્યા. ચડલીથી મિ. ડોકને બ્રિસ્ટલમાં સિટી રોડ બૅપ્ટિસ્ટ ચર્ચના પાદરીનો હોદ્દો અંગીકાર કરવા બોલાવ્યા, જ્યાં તેઓ ઇજિપ્ત, પૅલેસ્ટાઇન અને હિં દુસ્તાનની મુલાકાત બાદ કરતાં ૧૮૯૪ સુધી રહ્યા. ૧૮૯૪માં મિ. ડોક કુ ટુબ ં સાથે ન્યૂઝીલૅન્ડ ગયા. અહીં તેમણે સાડા સાત વર્ષ સુધી ક્રાઇસ્ટ ચર્ચમાં ઑક્સફર્ડ ટેરેસ બૅપ્ટિસ્ટ ચર્ચના પાદરી તરીકે કામગીરી બજાવી. ૧૯૦૨માં તેઓ ઇંગ્લંડ પાછા ફર્યા. પાદરી તરીકેની પોતાની ફરજો બજાવવા ઉપરાંત, મિ. ડોક ચીનાઓ માટે એક વર્ગ ચલાવતા હતા, જ ેની ભારે કદર કરવામાં આવી હતી અને જ ેનું અત્યારે પણ તેમના અનુગામીઓ સંચાલન કરી રહ્યા છે. ૧૯૦૩ના અંતભાગમાં, ગ્રેહામ્સટાઉન બૅપ્ટિસ્ટ ચર્ચ સંભાળવા માટે મિ. ડોકને કહે ણ મળ્યું અને તેમણે ફરીને દક્ષિણ આફ્રિકામાં તેમની આ કામગીરી ઉપાડી લીધી. ગ્રેહામ્સટાઉનમાં ચાર વર્ષ રહ્યા પછી તેઓ સેન્ટ્રલ બૅપ્ટિસ્ટ ચર્ચના પાદરી તરીકે રૅ ન્ડ આવ્યા. તેઓ અવસાન પામ્યા ત્યાં સુધી આ દેવળના પાદરી તરીકે રહ્યા. તેમના સમગ્ર જીવન દરમિયાન, અને ખાસ કરીને તેમના બંધુના અવસાન બાદ, મિ. ડોકની મહત્ત્વાકાંક્ષા મિશનરી કામ કરવાની હતી. પરં તુ સ્વાસ્થ્યના અને કૌટુબિ ં ક સંજોગોને કારણે, તે માટેનો માર્ગ છેવટ સુધી સાફ થયો નહોતો. તે માત્ર તેમના જીવનના છેક અંત સમયે ખૂલ્યો. પોતાના દીકરા ક્લેમન્ટ સાથે તેમણે કૉંગોની સરહદ પર રોડેશિયાના વાયવ્ય ભાગમાં આવેલા એક એકાંત 357


મિશન થાણાની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો અને ૨જી જુ લાઈના રોજ તેઓ આ મુસાફરી માટે ઊપડ્યા. મુસાફરી છ અઠવાડિયાં લે તેવો સંભવ હતો. સાઉથ આફ્રિકન બૅપ્ટિસ્ટ મિશન સોસાયટીને કેટલીક વિગતોની જરૂર હોઈ, મિ. ડોકની રોડેશિયામાંની હાજરીનો લાભ લઈ આ સોસાયટીએ ઉમતલી આગળના એક મિશન થાણાની પણ મુલાકાત લેવાનું કામ તેમને સુપરત કર્યું. એનડોલા જિલ્લાની મુસાફરીમાં મિ. ડોકને ખૂબ જ આનંદ આવ્યો અને આખોય સમય તેમનું સ્વાસ્થ્ય સારું રહ્યું. આશરે ૩૫૦ માઈલનું અંતર કાપવાનું બાકી હતું ત્યારે તેમને પગે છાલાં પડ્યાં, એટલે મોટા ભાગનું અંતર તેમણે “માચિલા”માં એટલે એક ડંડામાં પરોવેલી, બે દેશી માણસો વડે ઊંચકવામાં આવતી ડોળીમાં કાપ્યું. આ બધું છતાં તેઓ ખૂબ જ આનંદમાં હતા અને પોતાના કાર્યની સફળતા વિશે તેમને ખૂબ જ આશા હતી. એક દુભાષિયાની મદદથી તેમણે ઘણાં ગામોમાં ભાષણો આપ્યાં, ઘણું લખવાનું કામ કર્યું અને પાછા ફર્યા પછી પ્રવચન આપવાના હે તુથી ઘણા ફોટા પણ પાડ્યા. ૪થી ઑગસ્ટે બ્રોકનહિલ પહોંચ્યા અને ૭મી ઑગસ્ટના રોજ તેમના દીકરાને ધંધાની કામગીરી અંગે ઘેર પાછા ફરવું પડ્યું, એટલે બુલવાયોમાં તેઓ તેનાથી જુ દા પડ્યા. બુલવાયોમાં થોડા દિવસ રોકાઈ તેઓ ઉમતલી જવાને ઊપડ્યા. આ માસની ૯મી તારીખની સવારે તેમની ટ્રેનની મુસાફરીનો અંત આવ્યો. અહીં રે વ. વુડહાઉસ તેમને મળ્યા અને દિવસનો મોટો ભાગ તેમણે મિશનરી કામકાજની ચર્ચામાં ગાળ્યો. પાછલા પહોરે મિ. વેબર નામના એક મિત્રના ગામ બહાર આવેલા નિવાસસ્થાને જવાને મંડળી ઊપડી. અહીં મિ. ડોકને ખૂબ જ અસ્વસ્થતા જણાતાં તેઓ રાતના ત્યાં રોકાયા. બીજ ે દિવસે સવારે , મિ. ડોક સૂર્યોદય પહે લાં ઊઠી ગયા ત્યારે માંદગી વધી ગઈ હતી એટલે તે સમયે મિશનના

થાણા પર જવાનો વિચાર આખરે પડતો મૂકવામાં આવ્યો. મિ. ડોકે કમરમાં ખૂબ જ કળતર થવાની ફરિયાદ કરી અને તેમને ફરીને પથારીમાં સૂઈ જવું પડ્યું. તાવ અંગેના સામાન્ય ઇલાજ કરવામાં આવ્યા પરં તુ ટેમ્પરે ચર નહીં જણાતાં, માનવામાં આવ્યું કે દર્દ તાવને કારણે નથી એટલે ડૉક્ટરને બોલાવવામાં આવ્યો. ડૉક્ટરે તેમને ઉમતલી ઇસ્પિતાલમાં લઈ જવા જણાવ્યું એટલે તેમને “માચિલા”માં ત્યાં લઈ જવામાં આવ્યા. અહીં તેઓ ઉત્તમ ડૉક્ટરોની અને પરિચારકોની દેખરે ખ હે ઠળ રહ્યા. ૧૨મીના રોજ, મિ. ડોકના કુ ટુબ ં ને તારથી ખબર આપવામાં આવી કે તેમને પ્લુરસીનો હળવો હુમલો આવ્યો છે, કંઈ ગંભીર બાબત નથી અને કોઈએ આવવાની જરૂર નથી. શુક્રવારે સાંજ ે મિસિસ ડોકને બીજો તાર મળ્યો કે મિ. ડોક ટાઇફૉઈડ તાવની ગંભીર બીમારીમાં પટકાઈ પડ્યા છે. મિસિસ ડોકે તરત જ શનિવારની રાતની ગાડીમાં રવાના થવાની તૈયારીઓ કરી, પરં તુ મિ. ડોક આગલી સાંજ ે ૭ વાગ્યે ચાલ્યા ગયાનો તાર એ દિવસે સવારે જ મળ્યો. અંતર લાંબું હોઈ, તેમના શબને જોહાનિસબર્ગ લાવવામાં નહીં આવ્યું, પરં તુ ગયા રવિવારે ૪ વાગ્યે ઉમતલીમાં તેમનો અંતિમ વિધિ કરવામાં આવ્યો. એ જ સમયે જોહાનિસબર્ગના બૅપ્ટિસ્ટ ચર્ચમાં પ્રાર્થના યોજવામાં આવી. રૅ ન્ડમાં જ ે થોડો સમય મિ. ડોક રહ્યા તે દરમિયાન તેઓ અનેક ધાર્મિક સંસ્થાઓના ગાઢ સંપર્કમાં રહ્યા હતા. વિધવા ઉપરાંત, સદ્ગત તેમની પાછળ ત્રણ દીકરા વિલી, ક્લેમન્ટ અને કોમ્બર તથા એક દીકરી ઑલિવને મૂકતા ગયા છે. સૌથી મોટો દીકરો, વિલી અત્યારે અમેરિકામાં મિશનરી દાક્તર બનવાની તાલીમ લઈ રહ્યો છે. [મૂળ અંગ્રેજી] इन्डियन ओपीनियन, ૨૩–૮–૧૯૧૩ o

358

[ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


મિ. હાજી હુસેન દાઉદ અહમદ : હિંદનો પારસમણિ ભાઈ હુસેનમાં જ ે ચારિત્ર્ય હતું એવું મેં ઘણા થોડા

યુવાનો કે મોટા માણસોમાં જોયું છે. દક્ષિણ આફ્રિકામાં તેની બરોબરી કરી શકે એવો મોટો માણસ તો મારી નજરે આવતો નથી. અને ઘણા જુ વાનોને ઓળખું છુ ં તેમાં પણ કોઈ એવો હશે કે નહીં એ વિશે મારે શંકા કરવી પડશે. તેનાથી ચડે એવો તો હં ુ નથી જાણતો. ભાઈ હુસેને પોતાની જિંદગીનું ધોરણ સત્ય ઉપર બાંધ્યું હતું. સત્યને સારુ તેનું જીવન હતું. જૂ ઠાણું, દગો, લુચ્ચાઈ, દંભ એનો ભાઈ હુસેનને અત્યંત તિરસ્કાર હતો. જ્યાં દગો થતો હોય ત્યાં તેનાથી બેસી ન શકાતું. માણસો જૂ ઠુ ં બોલે છે એમ જ્યાં તે જુ એ ત્યાં તેનું માથું ચડતું ને તેને પાંખ હોય તો ત્યાંથી ઊડી જાય તેમ થતું. આપણી સાધારણ ટોળીઓમાં જ ે જૂ ઠાણાં ચાલે છે તે ઉપર આ જુ વાનને એટલો અભાવ હતો કે તેને ઘણી વેળા ડરબનમાં રહે વાનું મન જ ન થાય. કોઈ પણ માણસ સારો છે એમ તે સાંભળે ને માને તો તેની ઉપર તે ફિદા થઈ પડે. તેની સરળતા તેવી જ હતી. તેનું દિલ એક ગરીબડી ગાયના જ ેવું હતું. તેને વિશે પાપનો છાંટો મારા અનુભવમાં નથી આવ્યો. તેની નિર્દોષ બુદ્ધિ ને તેનું નિખાલસ દિલ તે તો તેનાં જ હતાં. એક ખીલતું ગુલાબ કરમાયું છે. પણ તેની ખુશબો રહી છે. તે ખુશબોના ઘૂટં ડા આપણે હજી લઈ શકીએ છીએ. જ ે જ ે માણસ ભાઈ હુસેનના સહવાસમાં આવેલ તેની પાસે તેણે સુવાસ મૂકેલી છે. કુ સંગ હુસેનને જરા પણ ન અડી શકે. એક વખતે મિ. દાઉદ મહમદે હુસેનને લખ્યું, “દીકરા, તું વિલાયતી લાલચોમાંથી બચજ ે. ક-સોબતથી ડરજ ે.” આનો જવાબ મિ. હુસેને લખ્યો તે મને યાદ છે. “બાવાજી, તમે તમારા દીકરાને ઓળખતા નથી. હુસેનને કુ સંગ બગાડી શકે તેમ નથી. વિલાયતની લાલચમાં તમારો દીકરો લપટાય તેમ નથી.” આવો તેના જવાબનો ભાવાર્થ હતો. આમ દૃઢતાપૂર્વક હુસેન જ લખી શકે. હુસેન પોતે પારસમણિ

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

હતો. કુ ધાતુ — લોખંડ — ને અડકે તો તે સોનું થઈ જાય. આમાં કોઈ પણ જગ્યાએ મેં વધારે પડતું લખ્યું છે એમ વાંચનારે ન માનવા મારી વિનંતી છે. આવા સદ્ગુણોની સાથે ભાઈ દ. આફ્રિકાના જાણીતા વેપારી હુસેન દાઉદ હુસેનમાં સ્વદેશપ્રીતિરૂપી અહમદના પુત્ર. અગ્નિ બળ્યા જ કરતો હતો. જ ે હિં દુસ્તાન તેણે જોયું ન હતું તે હિં દુસ્તાનનો ચિતાર તેણે સ્વપ્નામાં ચીતર્યો હતો. તે જુ વાન હિં દ ને હિં દીને સારુ મરવા તૈયાર હતો. હિં દી કેમ વધે, હિં દના પુત્રો કેમ દીપે એ તેની ઝંખના હતી. તેને હં ુ ચુસ્ત મુસલમાન માનતો, પણ તેનામાં બીજા ધર્મો વિશે મુદ્દલ તિરસ્કાર ન હતો. તેને હિં દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી બધા હિં દી સરખા હતા. તેઓ સારા હોય તો બસ હતું. તેઓ હિં દી તેથી તેને ભાઈ સમાન હતા. આવા ગુણોનો જ ે ભંડાર હતો તેના જવાથી આપણે રં ડાયા એમ કહે વું કોણ વધારે પડતું ગણશે? ભાઈ હુસેન મિ. દાઉદ મહમદ જ ેવા મહાન વેપારીને ત્યાં જન્મેલ છતાં તેને વેપારની ઉપર બચપણથી અભાવ હતો. તેનો વિચાર કેળવણી લેવાનો થયો. તેના પિતાશ્રીએ તેને મારા હાથ નીચે ફિનિક્સમાં રાખ્યો. ફિનિક્સવાસી બધા તેને એકદમ ચાહતા થઈ ગયા. પોતાની સરળતાથી તેણે તરત સુવાસ ફે લાવી દીધી. માત્ર મારા કુ ટુબ ં માં તે ભળી ગયો ને મને પાંચમો દીકરો મળ્યા જ ેવું થઈ રહ્યું. કેટલાક માસ રહ્યા પછી તેણે મને લખ્યું “મને ફિનિક્સ પસંદ છે. હં ુ ત્યાં જ જિંદગી ગાળવા માગું છુ .ં પણ મારે હમણાં તો વિલાયત જવાની મરજી છે. હં ુ ત્યાં ન બગડુ ં એમ તો મેં બતાવ્યું છે. એવી ઉમેદ છે. હવે તમે રજા આપો ને બાવાજી પાસે રજા અપાવો.” ફિનિક્સ જ 359


તેને સારુ બસ ન હતું. તેને તો અક્ષરજ્ઞાન ખૂબ મેળવવું હતું. તેને પોતાની કાવ્યશક્તિ અજમાવી હતી. “યે બહારે બાગ દુનિયા” એ કાવ્ય લખીને તેણે મને મોકલ્યું. ફિનિક્સમાં તેણે બધાને શીખવ્યું હતું. તેની છેલ્લી કડીમાં તેણે “યાદ કર તું એ નઝીર”ને1 ઠેકાણે “યાદ કર તું એ હુસેન” લખી મોકલ્યું. મેં તેને પૂછ્યું. તેણે મને જણાવ્યું કે તે તેનું પોતાનું કાવ્ય ન હતું, પણ તે કાવ્યના વિચાર તે તેના પોતાના હતા. તેને તો નઝીર થવું હતું. તે ભાઈ વિલાયત ગયો. બારિસ્ટર થવાનો ઇરાદો રાખ્યો. મારો મોહ તેમ ન હતો. મેં સમજ પાડી. ત્યારે મને કહ્યું, “એ બધું તમારે સારુ ખરું . પણ મારે સારુ નહીં. મને તો બારિસ્ટર થવા દ્યો.” “પછી શું કરશો, ભાઈ?” “તે તમે જોઈ લેજો”, “વકીલાત કરીને પૈસા કમાવા છે?” તેણે ઊંચે સૂરે “ના જી” કહ્યું તેનો ભણકારો હજુ મારા કાનમાં વાગે છે. “મારે તો દેશસેવા કરવી છે. હં ુ વકીલ થઈ, જ્ઞાન મેળવી, ફિનિક્સમાં રહીશ ને મારા દેશી ભાઈઓના દુઃખમાં ભાગ લઈશ.” દાઉદ શેઠ ે ભાઈ હુસેનને વિલાયત મોકલ્યો. ત્યાં પહોંચતાં જ તેણે અભ્યાસ શરૂ કર્યો. ખૂબ વધાર્યો. વિલાયતની પાસે એક સુંદર મેદાન છે ત્યાં જઈ એકાંતમાં બેસે. ને સ્વપ્નાવસ્થ થાય. એ સમાધિ દશાને લગતી દશા છે. પોતાને પ્રિય કાવ્યોમાં લીન થઈ જાય. ને કોઈ વખત ત્યાં બેસી પોતે બનાવેલાં કાવ્યો મને બતાવે. અંગ્રેજી કાવ્યોને પારખનારાને મેં તે કાવ્યોમાંથી એકબે બતાવેલાં2 તે તેઓને પસંદ પડેલાં ને મને તેઓએ જણાવેલું કે હુસેનમાં કાવ્યશક્તિ ખીલવાનો સંભવ છે ખરો. વિલાયત જ ેવા શહે રમાં તેણે એકાંત પસંદ કરે લ હતી. અને વિલાયતની લાખો લાલચોમાંથી એકમાંયે હુસેન લપટાયો હોય એવું મેં નથી અનુભવ્યું. પણ નમેરી કાળ ભાઈ હુસેનની પાછળ લાગ્યો હતો. હં ુ વિલાયતમાં હતો તે જ અરસામાં તેને ઘાસણી રોગનાં ચિહ્ન જણાયાં. હં ુ ચમક્યો, હવાફે ર કરી. 1. નઝીર અકબરાબાદી (૧૭૩૫-૧૮૩૦) : એક ઉર્દૂ કવિ અને ધર્મચર્ચામાં ઉદાર વિચાર દર્શાવનાર મુસ્લિમ સંત. 2. ૧૯૦૯ના જુ લાઈ-નવેમ્બર દરમિયાન પ્રતિનિધિમંડળમાં ગાંધીજી ઇંગ્લંડમાં હતા ત્યારે .

360

જે હિંદુસ્તાન તેણે જોયું ન હતું તે હિંદુસ્તાનનો ચિતાર તેણે સ્વપ્નામાં ચીતર્યો હતો. તે જુવાન હિંદ ને હિંદીને સારુ મરવા તૈયાર હતો. હિંદી કેમ વધે, હિંદના પુત્રો કેમ દીપે એ તેની ઝંખના હતી. તેને હું ચુસ્ત મુસલમાન માનતો, પણ તેનામાં બીજા ધર્મો વિશે મુદ્દલ તિરસ્કાર ન હતો

ત્યાંના સારામાં સારા દાક્તરની સલાહ લીધી. પારિસના દાક્તરની સલાહ લીધી. પણ દરદે ઘર કર્યું હતું. સુધારા થયા. પણ પાછા ગયા. હુસેનનું નૂર કરમાવા લાગ્યું. તેનું શહૂર ગયું. દુઃખથી ઘેરાયો. તેને જીવવાની બહુ આશા હતી. પણ મોજમજાને સારુ નહીં. તેને તો દેશની સેવા કરવા સારુ જીવવું હતું. દક્ષિણ આફ્રિકા આવ્યા. વળી તબિયત સુધરી જણાઈ. દેશની યાત્રા કરી. ત્યાંથી લખ્યું “હિં દુસ્તાનના મહે લો જોવા હં ુ નથી આવ્યો. હં ુ તો હિં દુસ્તાનનું દિલ જોવા આવ્યો છુ ં તે જોઉં છુ .ં ” ત્યાંથી મક્કા શરીફ ગયા. ત્યાં તેણે પોતાનું શુદ્ધ દિલ ખુદા પાસે ઉઘાડેલું. હજની અસર તેના મન પર બહુ થયેલી. ત્યાંથી લખેલા કાગળમાં તેણે જણાવ્યું હતું કે “જ ે પેગંબરે કરોડો માણસને દીનને ખાતર આ પવિત્ર જગ્યામાં દર વરસે આવતા કરી દીધા તેની શક્તિ કેવી હોવી જોઈએ? તેની પેગંબરીને વિશે કોણ શક લાવી શકે? મારું દિલ તો અહીં આવીને બહુ સુખ પામ્યું છે.” પછી સ્તંબૂલ ગયા. અહીં બલ્ગેરિયાની લડાઈ ચાલતી હતી. ત્યાં ભાઈ હુસેન એ તેના પિતા અને બીજા સાથીઓના સલાહકાર, ભોમિયા ને મિત્ર થઈ પડ્યાં. ત્યાંના મોટા અમલદારોનાં મન તેણે હર્યાં. ને હિં દનું [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


નામ તથા હિં દી મુસલમાનનું નામ તેણે ઉજ્જ્વળ કર્યું. એ બાળકની ઉપર લોકો કેમ આફરીન થયા હશે? હં ુ તો કહીશ કે તેના સત્યના તેજથી. પછી બાપદીકરો જુ દા પડ્યા. દાઉદ શેઠ ડરબન આવ્યા. ભાઈ હુસેનને તો વિલાયતમાં અભ્યાસ પૂરો કરવો હતો. પણ ખુદાએ જુ દું જ ધારે લું. ભાઈ હુસેનને એકદમ લોહી પડવા માંડ્યું. તબિયત ખૂબ લથડી. દાઉદ શેઠને તાર મળ્યો. તેણે કપાળે હાથ મૂક્યો. તે સમજ્યા કે સખત બીમારી વિના હુસેન પાછો ન આવે. એ ઊથલો છેલ્લો નીવડ્યો. ડરબન આવી જ ે ખાટલો મળ્યો તેમાંથી ઉઠાયું જ નહીં. સરસમાં સરસ દાક્તરોએ દવા કરી. બાપ નર્સ બન્યા. બાપે જ ે નોકરી દીકરાની કરી છે એવી નોકરી કરનાર બાપ મેં થોડા જોયા છે. હુસેન તે દાઉદ શેઠના આંખની કીકી જ હતો. તેની ઉપર રાત ને દિવસ જોયા કર્યું. એક ઘડી પણ હુસેનની સોડ મેલી નહીં. પણ તકદીર આગળ તદબીર રાંક છે. નસીબ બે ડગલાં આગળ જ ચાલે છે ને તે એવાં મોટાં ડગલાં છે કે તેને પહોંચાય નહીં. જ્યારે જ્યારે હં ુ ડરબન જતો ત્યારે કૉંગેલા એ મને જાત્રાનું સ્થાન હતું. એક વખત હુસેનની આંખમાં પાણી જોયાં. મેં પૂછ્યું, “કેમ ભાઈ મરવું ઠીક નથી લાગતું?” હુસેને હસીને જવાબ દીધો “મને મોતનો ડર નથી” વળી રડ્યો “પણ મેં તો કંઈ કર્યું નથી. મારે તો દેશની સેવા કરવી છે.” મેં તેને દિલાસો દીધો કે “ભાઈ તે તો દેશની સેવા ઘણી કરી છે. તારા જ ેવા જવાનને હિં દ જણે તો હિં દના હાલ આજ ે સારા થાય. તું મરે તોપણ મારે મન તો જીવતો રહીશ. આ શરીર નકામું થયું હશે તો પડશે. રૂહ તો અમર છે. મારા હિસાબ પ્રમાણે તો બીજુ ં આથી ભવ્ય શરીર મળશે ને હિં દની વધારે સેવા થશે.” એથી કંઈ હુસેનને

પૂરો દિલાસો ન મળે. તેને તો હાથે તે જ સાથે હતું. આ દેહે વધારે કરવું હતું. તેણે કંઈ પોતાના સત્યનો ચમત્કાર બતાવ્યો હતો? હવે તે કેટલોક બતાવે? દક્ષિણ આફ્રિકામાં કોઈ પણ મૈયતને માન આજ લગી નથી મળ્યું તે હુસેનના મૈયતને મળ્યું તે હજારો હિં દી પલવારમાં એકઠા થઈ ગયા. તેમાં મુસલમાન, હિં દુ, ખ્રિસ્તી બધા સંખ્યાબંધ હાજર હતા. તેને કોઈ ખાસ મનાવવા નહોતું ગયું. તેઓ સાંભળતાં પોતાની મેળે જ ગયેલા. હુસેને પોતાના મોતને વખતે બતાવી દીધું કે હિં દુ મુસલમાન ખ્રિસ્તી બધા હિં દના જણ્યા તે એક જ છે. આમ સત્યનો જય ભાઈ હુસેને સત્યમય રહી આ કઠણ કળિકાળને વિશે બતાવી આપ્યો છે. તે હુસેનમિયાં મૂઆ નથી, તે પોતાના ચારિત્રની વાસનામાં જીવશે. હુસેનના ગુણ લખતાં મારી કલમ થાકતી જ નથી. તેની ઉજ્જ્વળતાના ઘણા દાખલા મારા મન ઉપર આવ્યા કરે છે. આ લખાણનો હે તુ વાંચનાર સમજશે એવી મારી ઉમેદ છે. હુસેનના જ ેવા હિં દી બધા થાય. આપણે મોટા પણ અને જુ વાનો હિં દુ શું, મુસલમાન શું, ભાઈ હુસેનના ચારિત્રની નકલ કરીએ. તેને યાદ રાખી તેને પગલે કંઈક પણ ચાલીએ તો આપણામાં ભેદબુદ્ધિ ન રહે . આપણે સત્યને વળગીએ ને આપણું સર્વસ્વ દેશને અર્પીએ. ભાઈ હુસેન મરણપથારીએ હોવા છતાં જ્યારે રુસ્તમજી શેઠ ફરી જ ેલયાત્રા કરવા તા. ૧૬મીએ સિધાવ્યા તે વખતે ભાઈ હુસેનને મળ્યા, ત્યારે તેણે કહ્યું કે “કાકાજી, તમે તો જાઓ છો, પણ હં ુ જો આ પથારીએથી ઊઠુ ં તો હં ુ પણ તમારી સાથે જ ેલમાં થઈ જાઉં. મને દેશને સારુ જ ેલમાં મરવાનું મળે તો કેવું સારું ?” ભલે હિં દ સેંકડો હુસેનને જણ્યા કરે . [મૂળ ગુજરાતી] इन्डियन ओपीनियन, ૧–૧૦–૧૯૧૩ o

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

361


ફિરોજશાહ મહે તા : મુંબઈ શહે રીમંડળના પિતા ...સર ફિરોજશાહ મુંબઈના શહે રીમંડળના એક સિંહ

હતા અને એ સિંહની ગર્જનાઓ સાંભળવાની કેટલીક તકો મને પણ મળી હતી. સર જોર્જ કલાર્ક,1 લૉર્ડ હૅ રિસ,2 અને હિં દના જુ દા જુ દા વાઇસરૉયો તથા ગવર્નરો સાથે તેમણે ઘણી વખતે બાથ ભીડી હતી. અને તેવા એક આગેવાન નરને માટે આખું હિં દ જો મરશિયા ગાય તો તે કાંઈ વધારે નથી. પરં તુ એ શોક દર્શાવવામાં આપણો સ્વાર્થ સમાયેલો છે. તે જ ેવી રીતે જીવ્યા અને જ ેવી રીતે મરણ પામ્યા તેવી રીતે આપણામાંના ઘણા જીવી જાણે અને મરી જાણે તો તેથી આપણને દિલગીર થવા જ ેવું કશું નથી. થોડા વખત પહે લાં હિં દ ઑન. મિ. ગોખલેને માટે રડતું હતું. એ આંસુ હજી લુછાયાં નથી એટલામાં આ બીજો કારી ઘા આપણને લાગ્યો છે. એ બંને મહાન નરોનો મુકાબલો કરવો વાજબી નથી. તેમણે પોતપોતાનું કાર્ય સંપૂર્ણ રીતે પોતાની બુદ્ધિશક્તિના પ્રમાણમાં કરી બતાવ્યું છે. મિ. ગોખલે એક આત્મત્યાગી મનુષ્ય હતા અને તે માટે ઋષિ નામને યોગ્ય હતા. સર ફિરોજશાહને બે વિશેષણો લગાડી શકાય તેમ છે. એક રીતે તે મુંબઈના શહે રીમંડળના પિતા હતા અને બીજી રીતે તે મુંબઈના, બલકે હિં દના તાજ વગરના રાજા–રૈ યતે પોતાની મેળે શોધી કાઢેલા રાજા હતા. હિં દના દરે ક જાહે ર સવાલમાં તેમણે આગેવાની લીધી હતી અને લોકો તેમના પ્રત્યે એટલી શ્રદ્ધા ધરાવતા હતા કે ફિરોજશાહ જ ે કહે તે કરવાને તે તૈયાર હતા. એકલા મુંબઈમાં જ નહીં પણ આખા ઇલાકામાં તેમની બુદ્ધિશક્તિને માટે લોકોને એટલું માન હતું. મુંબઈ ઇલાકામાં કોઈ તેમની હરીફાઈ કરે તેમ જ નહોતું. જ ે વખતે હિં દી પ્રજા મોટા રાજદ્વારી હકોની આશા રાખે છે તે વખતે આપણી તરફથી 1. લૉર્ડ સિડનહામ, મુંબઈના માજી ગવર્નર. 2. મુંબઈના માજી ગવર્નર અને દક્ષિણ આફ્રિકાની કૉન્સોલિડેટડે ગોલ્ડ ફીલ્ડ્ઝ કંપનીના અધ્યક્ષ.

362

સરકારની સાથે વાત કરનાર હવે કોઈ રહ્યો નથી એમ કહીશું તો ચાલશે. મેં એક સ્થળે એવું વાંચ્યું છે કે જ ે માણસો પોતાના મિત્ર પ્રતિ સારી પ્રીતિ રાખે છે તેઓ મિત્રની ૧૮૪૫-૧૯૧૫; દેહમુક્તિ વખતે તેને મુંબઈના કમિશનર(૧૮૭૩) અને કૉંગ્રેસના સ્થાપકોમાંના એક. વધારે ચાહે છે, તેવી રીતે આપણા સ્નેહનો ઊભરો આ વખતે ઊભરાય તો તે સર ફિરોજશાહના ગુણોને જ આભારી લેખાશે. એ જીવતા હતા ત્યારે આપણે એમને બહુયે પજવ્યા હશે અને સ્તુતિનિંદા પણ કરી હશે, પરં તુ તે ચાલ્યા જતાં હવે આપણે તેમના દોષ જોવાના નથી. ...સર ફિરોજશાહની એવી ઇચ્છા હતી કે આપણે બધા પણ તેમના જ ેવી જ જાહે ર સેવા બજાવીએ, અને જ્યારે આપણે તેમ કરીએ ત્યારે જ આપણે તેમના પ્રત્યેની ફરજ બજાવી લેખાય. એમનો નાશવંત દેહ તો જતો રહ્યો છે પરં તુ તેમનાં કાર્યો હં મેશાં જીવતાં જ રહે શે. જાહે ર સેવા માટેની તેમની ઉત્સુકતા એટલી પ્રબળ હતી કે અસીલોના મુકદ્દમાને મુલતવી રખાવીને, પોતાની ફી જતી કરીને અને અનેક પ્રકારની અગવડ વેઠીને પણ તે મુંબઈના શહે રીમંડળમાં હાજરી આપતા. ધારાસભામાં જવા કરતાં પણ શહે રીમંડળનું કાર્ય તે વધારે મહત્ત્વનું માનતા. કેવળ રાજકરણી બાબતોમાં ગૂંથાઈ રહે વાનું તેમને પસંદ નહોતું. તેમનો એ સિદ્ધાંત હતો કે જ ે કાર્ય હાથમાં લીધું તેને ફતેહમંદ રીતે પૂરું કરવું અને તેથી મુંબઈના શહે રીમંડળના કામમાં તેમણે સૌથી વધારે લક્ષ આપ્યું હતું. હિં દમાં એક પણ એવું શહે ર નથી કે જ ેના મ્યુનિસિપલ કામકાજમાં કોઈ સભાસદે સર ફિરોજશાહના જ ેવી સેવા બજાવી હોય. બર્મિંગહામની મ્યુનિસિપાલિટીના પ્રમુખ મિ. [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


સર ફિરોજશાહની ઑફિસમાં રોજ જે રાજપ્રકરણી ચર્ચાઓ ચાલતી તેનો પડઘો તુરત જ મુંબઈના જનસમાજમાં પડ્યા વિના રહેતો નથી. તેમના વિચારોનું એટલું બધું મહત્ત્વ અને પ્રતાપ હતાં. તે એક પારસી કરતાં વધુ અંશે એક હિંદી હતા. અને પોતે એમ માનતા હતા કે હિંદી પ્રજાની એકત્રતા આખી પ્રજાની એક કોમ બનાવવાથી જ થશે

ચેમ્બરલેનનું1 કાર્ય દુનિયામાં વખણાયું છે, પરં તુ તેવા ચાર ચેમ્બરલેનના જ ેટલું કામ એકલા સર ફિરોજશાહે મુંબઈને માટે કર્યું છે, તેમની પેઠ ે બધાં શહે રીમંડળો કાર્ય કરે તો જ સર ફિરોજાહનું ખરું સ્મારક રહે . સર ફિરોજશાહની ઑફિસમાં રોજ જ ે રાજપ્રકરણી ચર્ચાઓ ચાલતી તેનો પડઘો તુરત જ મુંબઈના જનસમાજમાં પડ્યા વિના રહે તો નથી. તેમના વિચારોનું એટલું બધું મહત્ત્વ અને પ્રતાપ હતાં. તે એક પારસી કરતાં વધુ અંશે એક હિં દી હતા. અને પોતે એમ માનતા હતા કે હિં દી પ્રજાની એકત્રતા આખી પ્રજાની એક કોમ બનાવવાથી જ થશે. તેમની ઑફિસમાં ચાલતી ચર્ચાનો મુખ્ય ભાગ એવો જ હતો કે આપણે હકો નીડરતાથી કેવી રીતે મેળવી શકીએ. જાહે ર સેવા બજાવતાં તેમને ઘણું વેઠવું પડ્યું હતું. મને એ વિશે તેમણે એક વાર ઉત્તમ બોધ આપ્યો 1. જોસેફ.

હતો. એક પ્રસંગે [એક અંગ્રેજ ે]2 મારું અપમાન કર્યું. અને હં ુ તેની સામે તે માટે નુકસાનીનો દાવો બાંધનાર હતો તે વખતે તેમણે મને એવી સલાહ આપી હતી કે જો તારે તારું તથા લોકોનું કાંઈ પણ કલ્યાણ કરવાનો ઇરાદો હોય તો આ અપમાનને તું ગળી જા અને ભવિષ્યમાં બીજાં અપમાનોને પણ તારે ગળી જવાં જોઈશે. મને પણ તેવાં અપમાનો અનેક વાર ગળી જવાં પડ્યાં છે. આ બોધને લીધે જ મારામાં કિંચિત કાર્ય કરવાની શક્તિ આવી છે. એ મારે કબૂલ કરવું જોઈએ. એમની વિવેકબુદ્ધિ, હિં મત અને શ્રદ્ધાના ગુણો જ આજ ે આપણી પાસે એમનું કીર્તિગાન કરાવે છે. અમદાવાદ જ ે મહાન નરને માટે રડે છે તે મહાન નરનું સ્મરણ રાખવા એક સૂચના કરવાનું મન થાય છે. મારી વિનંતી છે કે સર ફિરોજશાહની યાદમાં અમદાવાદની પ્રજાએ એક મોટો જાહે ર હૉલ બાંધવો. સર ફિરોજશાહની જાહોજલાલીનો પણ અભ્યાસ કરવો જરૂરનો છે. વડી ધારાસભાના સભાસદ તરીકે તેમને જ ે કાંઈ વેતન મળતું તેનો ઉપયોગ તે કલકત્તામાં જ કરી નાંખતા. ખર્ચમાં તે બહુ ઉદાર હતા. મિ. ગોખલે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર3 વગેરેની જીવનસંબંધી માન્યતા એક હતી તેવી જ રીતે સર ફિરોજશાહની જુ દી હતી, પરં તુ તે નિર્દોષ હતી. [મૂળ ગુજરાતી] प्रजाबंधु ૨૧-૧૧-૧૯૧૫ 2. કાઠિયાવાડના પોલિટિકલ એજંટ, જુ ઓ ‘પહે લો આઘાત’ आत्मकथा ભાગ ૨, પ્ર. ૪. 3. (૧૮૨૦–૧૮૯૧), બંગાળના કેળવણીકાર અને સમાજસુધારક.

જવાહરલાલ નેહરુ — ગાંધીજીની દૃષ્ટિએ

સંપાદન : લલ્લુભાઈ મકનજી, કિંમત : ૪૦.૦૦

આપણી સ્વતંત્રતાની લડતનાં વર્ષોમાં પંડિત જવાહરલાલજી સમગ્ર હિં દના યુવકોના હૃદયસમ્રાટ હતા. યુવકોએ સૌથી વધુ પ્રેમ તેમના પ્રત્યે વરસાવ્યો હતો. ગાંધીજીનું દિલ પણ તેમણે જીતી લીધું હતું. એવા મહાન નેતાને ગાંધીજીએ પોતાના વારસ કહ્યા હતા. તેની કેટલાકને મૂંઝવણ પણ છે. ગાંધીજીએ સરદાર કે રાજાજીને પોતાના વારસ ન કહ્યા અને જવાહરલાલજીને કેમ વારસ કહ્યા? તેની ભૂમિકા સમજવા ગાંધીજીનાં આ લખાણો ઉપયોગી થશે. — લલ્લુભાઈ મકનજી, પ્રસ્તાવનામાંથી

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

363


બાલગંગાધર ટિળક : લોકશાહીના ઉપાસક લોકો ઉપર શ્રી ટિળકનો જ ેટલો પ્રભાવ હતો તેટલો

પ્રભાવ આપણા સમયમાં બીજા કોઈ પણ માણસનો નહોતો. આપણા દેશના હજારો લોકોની તેમના પ્રત્યે અપ્રતિમ ભક્તિ હતી. તેઓ નિઃશંકપણે જનતાના આરાધ્યદેવ હતા. હજારો લોકો એમનો પડ્યો બોલ ઝીલી લેતા. માનવીઓમાંનો મહામાનવ પડ્યો છે. સિંહનાદ શાંત થઈ ગયો છે. પોતાના દેશબાંધવો પરના એમના પ્રભાવ પાછળનું કારણ શું હતું? હં ુ ધારું છુ ં કે આ પ્રશ્નનો જવાબ સરળ છે. દેશભક્તિની એમને લગની લાગી હતી. દેશ પ્રત્યેના પ્રેમ સિવાયના બીજા કોઈ ધર્મને તેઓ ઓળખતા નહોતા. તેઓ પ્રજાતંત્રવાદી થવા જ જન્મ્યા હતા. બહુમતી રાજકારભાર વિશેની એમની શ્રદ્ધા એટલી બધી ઉત્કટ હતી કે તેથી મને પણ ઠીક ઠીક ભીતિ લાગતી. લોકો પરના તેમના પ્રભાવનુ આ જ કારણ હતું. તેમનું મનોબળ લોખંડી હતું. એનો ઉપયોગ તેમણે દેશને જ ખાતર કર્યો. એમનું જીવન ખુલ્લી કિતાબ જ ેવું હતું. એમના શોખ સાદા હતા. એમનું અંગત જીવન નિષ્કલંક હતું. પોતાની અજબ પ્રતિભા તેમણે દેશને ચરણે ધરી હતી. લોકમાન્યના જ ેટલી દૃઢતાથી અને આગ્રહપૂર્વક કોઈએ સ્વરાજનો મંત્ર સમજાવ્યો નથી. માટે જ એમના દેશબાંધવોની એમનામાં સંપર્ણ ૂ શ્રદ્ધા હતી. એઓ કદી હિં મત હાર્યા નથી. એમનો આશાવાદ અજ ેય હતો. પોતાના જ જીવનકાળ દરમિયાન સ્વરાજ્ય આવેલું જોવાની તેમની ઉમેદ હતી. આમાં તેઓ નિષ્ફળ ગયા હોય તો તેમાં દોષ એમનો નથી. એટલું નક્કી છે કે તેઓ સ્વરાજને અનેક વર્ષ નજીક લાવ્યા છે. તેમની પાછળ રહે લા આપણે, શકય એટલા ટૂ કં ા સમયમાં તેને સાકાર કરવા માટે બેવડો પ્રયત્ન કરવાનો છે. લોકમાન્ય અમલદારશાહીના કટ્ટર દુશ્મન હતા, પણ આ કહે વાનો અર્થ એવો નથી કે તેઓ અંગ્રેજોને કે અંગ્રેજી અમલને ધિક્કારતા હતા. તેઓ એમના

364

દુશ્મન હતા એવું માનવાની ભૂલ કરવા સામે હં ુ અંગ્રેજોને ચેતવું છે. કલકત્તામાં ભરાયેલા છેલ્લા કૉંગ્સ રે અધિવેશન વખતે, હિં દી રાષ્ટ્રભાષા થવી જોઈએ એ વિષય ૧૮૫૬-૧૯૨૦; પરનું એમણે પૂર્વ તૈયારી આઝાદીની લડતમાં અગ્રણી નેતા અને સ્વરાજના હિમાયતી. વિના કરે લું વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન સાંભળવાનો મને અવસર મળ્યો હતો. કૉંગ્રેસ મંડપમાંથી તેઓ તાજા જ પાછા ફર્યા હતા. હિં દી વિશેનું એમનું શાંતગંભીર વ્યાખ્યાન સાંભળવાનો એક લહાવો જ હતો. એમના વ્યાખ્યાન દરમિયાન દેશની પ્રાદેશિક ભાષાઓની કાળજી લેવા બદલ તેમણે અંગ્રેજોને જ્વલંત અંજલિ આપી હતી. અંગ્રેજની જૂ રીઓનો દુઃખદાયક અનુભવ થવા છતાં, ઇંગ્લંડની મુલાકાતે તેમને બ્રિટિશ લોકશાહીના પાકા ઉપાસક બનાવ્યા હતા, અને સિનેમા દ્વારા હિં દુસ્તાને એનો પાઠ પંજાબને ભણાવવો એવી નવાઈભરે લી સૂચના સુધ્ધાં એમણે ગંભીરભાવે કરી હતી. હં ુ પણ એવું માનું છુ  ં — એટલા ખાતર હં ુ આ ઘટનાનું વર્ણન કરતો નથી (કારણ હં ુ એવું માનતો નથી), પરં તુ અંગ્રેજો પ્રત્યે એમને કોઈ દ્વેષભાવ નહોતો એ દર્શાવવા હં ુ એનો ઉલ્લેખ કરું છુ .ં પરં તુ સામ્રાજ્યમાં હિં દુસ્તાનનો1 દરજ્જો હલકો હોય તેને તેઓ ચલાવી લેતા કે ચલાવી લઈ શકતા નહીં. તેઓ તરત જ સમાનતા માગતા હતા, જ ેને તેઓ પોતાના દેશનો જન્મસિદ્ધ હક માનતા હતા. હિં દુસ્તાની સ્વતંત્રતા માટેની પોતાની લડતમાં તેઓ સરકારને પણ બાકી મૂકતા ન હતા. સ્વતંત્રતાની લડતમાં કોઈની પ્રત્યે પણ તેઓ દયા દર્શાવતા નહીં. તેઓ પોતાને માટે આવી દયાની માગણી પણ કરતા 1. મૂળમાં અહીં ‘હિં દુસ્તાનનો અને સામ્રાજ્યનો’ એમ    છ.ે

[ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


એવી હં ુ આશા રાખું છુ .ં આપણે માટે તો તેઓ ભવિષ્યની અનેક પેઢીઓ સુધી આધુનિક હિં દુસ્તાનના એક ઘડવૈયા તરીકે ઓળખાશે એમને માટે તેઓ જીવ્યા અને એમને માટે તેમણે જીવન સમર્પણ કર્યું એવા મનુષ્ય તરીકે એમની સ્તુતિને આ ભાવી પેઢીઓ ભક્તિભાવપૂર્વક સાચવી રાખશે. આવો એક માનવી મૃત્યુ પામ્યો છે એમ કહે વું એ ઈશ્વરનો અનાદર કરવા બરાબર છે. એમનું ચિરં જીવ તત્ત્વ હં મેશ આપણી વચ્ચે રહે શે. એમની બહાદુરી, એમની સાદાઈ, એમનો આશ્ચર્યકારક ઉદ્યમ, દેશ પ્રત્યેનો એમનો પ્રેમ – આ બધું આપણા જીવનમાં વણી લઈને આપણે હિં દુસ્તાનના આ એકમાત્ર લોકમાન્યનું કાયમી સ્મારક રચીએ. ઈશ્વર એમના આત્માને શાંતિ આપો. [મૂળ અંગ્રેજી] यंग इन्डिया, ૪–૮–૧૯૨૦

સામ્રાજ્યમાં હિંદુસ્તાનનો દરજ્જો હલકો હોય તેને તેઓ ચલાવી લેતા કે ચલાવી લઈ શકતા નહીં. તેઓ તરત જ સમાનતા માગતા હતા, જેને તેઓ પોતાના દેશનો જન્મસિદ્ધ હક માનતા હતા. હિંદુસ્તાની સ્વતંત્રતા માટેની પોતાની લડતમાં તેઓ સરકારને પણ બાકી મૂકતા ન હતા. સ્વતંત્રતાની લડતમાં કોઈની પ્રત્યે પણ તેઓ દયા દર્શાવતા નહીં

નહીં. જ ેમના તરફ હિં દુસ્તાનનો આટલો બધો ભક્તિભાવ હતો તેમની યોગ્યતા અંગ્રેજો સ્વીકારશે

દાદાભાઈ નવરોજી : હિંદના દાદા ...દાદાભાઈનું જીવન ઋષિના જ ેવું હતું. એનાં મારી

પાસે ઘણાંયે પવિત્ર સ્મરણો છે. મારા જીવન ઉપર જ ે મહાપુરુષોની છાપ પડેલી છે તેમાં આ હિં દના દાદા પણ હતા, અને આજ ે પણ છે. સને ૧૮૮૮ની સાલમાં મને દાદાભાઈનાં પ્રથમ દર્શન થયાં. મારા વડીલના મિત્રે તેમની ઉપર ભલામણપત્ર આપ્યો હતો. એ જાણવા જ ેવું છે કે એ મિત્રને કાંઈ દાદાભાઈની સાથે પરિચય નહોતો. પણ તેણે માની લીધેલું કે એમના જ ેવા સાધુપુરુષને ગમે તે જાહે ર વ્યક્તિ લખી શકે. વિલાયતમાં મેં જોયું કે દાદાભાઈ બધા વિદ્યાર્થીઓના પ્રસંગમાં આવતા, તેમને દોરતા, અને તેમની ભીડમાં ભાગ લેતા. એમનું જીવન ત્યારથી તે છેવટ સુધી એકધારું ચાલેલું મેં અનુભવ્યું. દક્ષિણ આફ્રિકામાં હં ુ વીસ વરસ રહ્યો, અને તે દરમિયાન દાદાભાઈની સાથે સેંકડો કાગળોની લેવદેવ

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

o

થઈ હશે. પત્રોના જવાબ આપવાની તેમની નિયમિતતાથી હં ુ તો દિગ્મૂઢ બની ગયો હતો. મારા કાગળો તો ટાઇપથી લખેલા જતા હતા, પણ એમનો એક પણ જવાબ ટાઇપથી ૧૮૨૫-૧૯૧૭; ઇંગ્લંડના પ્રથમ આવેલો મને યાદ નથી. હિંદી સાંસદ અને બ્રિટિશ તાબાના હિંદનું વાસ્તવિક ચિત્ર આલેખનાર. બધા જવાબ સ્વહસ્તે લખેલા આવતા, એટલું જ નહીં પણ પાછળથી મને ખબર પડી કે જ ેટલા કાગળો પોતે લખતા તેની નકલ પોતાને હાથે જ ટિસ્યુપેપર બુકમાં છાપી લેતા! ઘણાખરા જવાબો તો વળતી ટપાલે જ આવતા એમ હં ુ જોતો. એમની સાથે હં ુ જ્યારે જ્યારે મળેલો ત્યારે 365


એ પ્રેમ અને માધુર્ય સિવાય બીજુ ં અનુભવ્યું જ નથી. પિતા જ ેમ પુત્રની સાથે વાત કરે તેવી જ રીતે દાદાભાઈ મારી સાથે વાત કરતા, અને જ ેવો મારો અનુભવ તેવો જ બીજાનો તેમને મુખેથી કે સાંભળેલો છે. આખો સમય તેમના મનમાં હિં દુસ્તાન કેમ ચડે, હિં દુસ્તાનને કેમ સ્વરાજ મળે એ જ વિચાર પ્રધાન હતો. હિં દુસ્તાનની ગરીબાઈનો પ્રથમ પરિચય મને દાદાભાઈના પુસ્તકથી1 જ થયો, તેમાંથી જ હં ુ શીખ્યો કે આપણા દેશમાં લગભગ ત્રણ કરોડ માણસ તો અર્ધાં ભૂખ્યાં રહે છે. આજ ે તો એવાઓની સંખ્યા વધેલી છે. એમની સાદાઈનો તો પાર નહોતો. એક પ્રસંગ એવો બન્યો જ્યારે કોઈએ ૧૯૦૮ની સાલમાં તેમના વિરુદ્ધ ટીકા કરી. મને તે એટલી અસહ્ય લાગી છતાં એ ખોટી છે એમ હં ુ સિદ્ધ નહોતો કરી શકતો, અને કંઈક કંઈક મનમાં શંકા ઊઠતી હતી. દાદાભાઈ જ ેવા મહાન દેશભક્તને વિશે શંકાને સ્થાન આપવું એ મને પાપ લાગ્યું તેથી ટીકાકારની રજા લઈને હં ુ વખત મેળવી એમની પાસે ગયો. એમની ખાનગી ઑફિસે જવાનો આ મને પહે લો પ્રસંગ હતો. એક નાનીસરખી ઓરડી જ ેમાં માત્ર બે જ ખુરશીઓ હતી, એ તેમની ઑફિસ હતી. હં ુ અંદર પેઠો. એક ખાલી ખુરશી લેવાનું તેમણે મને ફરમાવ્યું, પણ હં ુ તો તેમના પગની પાસે બેસી ગયો. મારા ચહે રા ઉપર એમણે કાંઈક દુઃખ જોયું અને મને પૂછ્યું, અને જ ે હોય તે કહી દેવા કહ્યું. મેં અચકાતાં અચકાતાં ટીકાકારની ટીકા સંભળાવી અને કહ્યું, “આ વાત સાંભળ્યા પછી મને કાંઈક શંકા ઊઠેલી છે, એ સંઘરી રાખવી પાપ સમજુ ં છુ ,ં કારણ કે હં ુ આપનો પૂજારી છુ .ં ” તેમણે હસીને પૂછ્યું. “તને હં ુ શો જવાબ આપું? તું એ વાત માને છે?” જ ે રીતે, જ ે સૂરથી, અને જ ે દુ:ખથી તે બોલ્યા તે મારે માટે બસ હતું. મેં કહ્યું, “હવે મારે બધું નથી સાંભળવું, મને શંકા રહી જ

દાદાભાઈની સાથે સેંકડો કાગળોની લેવદેવ થઈ હશે. પત્રોના જવાબ આપવાની તેમની નિયમિતતાથી હું તો દિગ્મૂઢ બની ગયો હતો. મારા કાગળો તો ટાઇપથી લખેલા જતા હતા, પણ એમનો એક પણ જવાબ ટાઇપથી આવેલો મને યાદ નથી. બધા જવાબ સ્વહસ્તે લખેલા આવતા

નથી.” છતાં તેમણે તો મને એ વિષય ઉપર કેટલીક બીજી વાત પણ કરી જ ે અહીં આપવાની જરૂર નથી. આ કિસ્સા પછી હં ુ જાણતો થયો કે દાદાભાઈ ફકીરની જ ેમ સાદાઈથી રહે નાર હિં દી છે. ફકીરીનો અર્થ એ નથી કે માણસની પાસે કોડીસરખી પણ ન હોય, પણ તે સમયે જ ે જીવન એમની પંક્તિનાં માણસો ગાળતાં હતાં, જ ે મોજશોખ બીજાને જોઈતા હતા, તે દાદાભાઈને ત્યાજ્ય હતા. એ પવિત્ર પુરુષના જીવનમાંથી નિયમિતપણું, અનન્ય દેશભક્તિ, સાદાઈ, ગરીબાઈ અને અથાગ ઉદ્યોગનો પાઠ હં ુ શીખ્યો, અને મારા જ ેવા ઘણાયે શીખ્યા છે. જ ે સમયે સરકારની ટીકા કરવી એ રાજદ્રોહ ગણાતો હતો, અને સત્ય સંભળાવવાની ભાગ્યે જ કોઈની હિં મત ચાલતી હતી તે સમયે દાદાભાઈએ સરકારની સખતમાં સખત ટીકા કરે લી, અને અંગ્રેજી રાજ્યતંત્રની ખામીઓ નીડરપણે બતાવી હતી. દાદાભાઈને જ્યાં સુધી હિં દુસ્તાનની હસ્તી રહે શે ત્યાં સુધી હિં દુસ્તાનની પ્રજા પ્રેમપૂર્વક યાદ રાખશે, એ વિશે મને જરાયે શંકા નથી. [મૂળ ગુજરાતી] नवजीवन ૭–૯–૧૯૨૪

1. पोवर्टी एन्ड अन-ब्रिटिश रुल इन इन्डिया. o

366

[ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ચિતરંજન દાસ : રાષ્ટ્ર ધર્મી અને દેશબંધુ ...રાષ્ટ્રધર્મ જ અત્યારે ધર્મ થઈ પડ્યો છે કેમ કે

તે વિના અન્ય ધર્મોનું પાલન જ અસંભવિત થઈ પડ્યું છે. રાજસત્તા આજ બધે ઠેકાણે પ્રજાના અંગેઅંગમાં વ્યાપી રહે લી છે. જ્યાં રાજસત્તા એ લોકસત્તા છે ત્યાં લોકો એકંદરે સુખી છે. જ્યાં રાજસત્તા રૈ યતને પ્રતિકૂ ળ છે ત્યાં લોકો દુઃખી છે, નિર્માલ્ય છે. ત્યાં તેઓ ધર્મને નામે અધર્મ આચરે છે; કેમ કે ભયને વશ રહે લો માણસ ધર્મ આચરવા અશક્ત છે. આ મહાભયમાંથી મુક્ત થવું એટલે કે આત્મદર્શન કરવાનો પહે લો પાઠ શીખવો એ રાષ્ટ્રધર્મ. રાષ્ટ્રપ્રેમી આપણને શું શીખવી રહ્યા છે? “તમે ચક્રવર્તીનો પણ ભય ન રાખો, તમે મનુષ્ય છો. મનુષ્યનો ધર્મ કેવળ એક ઈશ્વરથી જ ડરવાનો છે. તેને પંચમ જૉર્જ ન ડરાવી શકે, ન ડરાવી શકે તેમના એલચીઓ.” લોકમાન્યે રાજદંડનો સર્વથા ડર છોડ્યો હતો. તેથી લોકો, શાસ્ત્રીઓ પણ તેમને પૂજતા, કેમ કે તેમની પાસેથી તેઓને હૂંફ મળતી હતી. દેશબંધુએ પણ રાજસત્તાનો ડર સર્વાંશે છોડ્યો હતો. તેમને મન વાઇસરૉય અને દરવાન બંને એકસરખા હતા. તેમણે અંતર્ચક્ષુથી જોયું હતું કે સરવાળે બેમાં ભેદ ન હતો. વાઇસરૉયનો ભય જ ેમ નામર્દી છે તેમજ દરવાનને ડર ઉપજાવવો એ પણ છે. આમાં સૂક્ષ્મ આત્મદર્શન રહે લું છે. તે જ રાષ્ટ્રધર્મ છે. તેથી જાણ્યેઅજાણ્યે, અનિચ્છાએ પણ લોક રાષ્ટ્રધર્મના પાલન કરનારને પૂજ ે છે. લોકમાન્ય બ્રાહ્મણ હતા. તેમનું ધર્મગ્રંથોનું જ્ઞાન પંડિતોના મદ ઉતારનારું હતું. પણ તેમની પૂજાનું કારણ એમનું એ જ્ઞાન ન હતું. દેશબંધુ તો બ્રાહ્મણ ન હતા, વૈશ્યવર્ગના હતા. પણ તેમના વર્ણની લોકોને દરકાર ન હતી. દેશબંધુને સંસ્કૃત જ્ઞાન ન હતું, તેમણે ધર્મગ્રંથોનો અભ્યાસ નહોતો કર્યો. તેમણે માત્ર રાષ્ટ્રધર્મનું પાલન કર્યું હતું. તેમણે નિર્ભયતા સાધી હતી. તેથી શાસ્ત્રજ્ઞો પણ તેમની આગળ ઝૂકતા હતા ને ન ભુલાય એવે દિવસે તેમણે પોતાનાં આંસુ લોકોનાં

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

આંસુની સાથે ભેળવ્યાં. રાષ્ટ્રધર્મ એટલે વ્યાપક પ્રેમ. એ વિશ્વપ્રેમ નથી પણ તેનો મોટો અંશ છે. એ પ્રેમનો ધવલિગરિ નથી પણ પ્રેમનું દાર્જિલિંગ છે. ત્યાંથી ધવલગિરિની સુવર્ણઝાંખી થાય છે, ને ૧૮૭૦-૧૯૨૫; જોનાર મનમાં વિચારે બંગાળના આગેવાન અને બારિસ્ટર. સ્વરાજ પક્ષના સ્થાપક. છે : “જો પ્રેમનું દાર્જિલિંગ આવું રળિયામણું છે તો આ પ્રેમનો ધવલગિરિ જ ે અહીંથી મારી સામે ઝળહળી રહ્યો છે તે તો કેટલો બધો રળિયામણો હશે? રાષ્ટ્રપ્રેમ એ વિશ્વપ્રેમનો વિરોધી નથી પણ તેની વાનગી છે. રાષ્ટ્રપ્રેમ છેવટે માણસને વિશ્વપ્રેમની ટોચે લઈ જ જાય છે. તેથી જ લોક રાષ્ટ્રપ્રેમીનાં ઓવારણાં લે છે. લોકોએ કુ ટુબ ં પ્રેમ ચાખ્યો છે એટલે તેથી તેઓ મોહ પામતા નથી. ગ્રામપ્રેમ પણ કંઈક સમજ ે છે. પણ રાષ્ટ્રપ્રેમ તો લોકમાન્ય કે દેશબંધુ જ સમજ ે ને લોકો પોતે પણ એવા થવા માગે છે તેથી તેમને પૂજ ે છે. દેશબંધુની ઉદારતા ઘેલી હતી. લાખો કમાયા ને લાખો ખરચ્યા. કોઈને પોતાના પૈસા આપવાની તેમણે ના ન પાડી; કરજ કરીને પણ આપ્યા. ગરીબોના કેસ મફત લડ્યા. કહે વાય છે કે શ્રીયુત અરવિંદ ઘોષના1 કેસમાં તેઓ નવ માસ લગી ખુવાર થયા; પોતાની ગાંઠના પૈસા ખરચ્યા; પોતે એક પાઈ સરખી ન લીધી. આ ઉદારતામાંયે રાષ્ટ્રપ્રેમ હતો. મારી સામે લડ્યા, તે કંઈ મને દુઃખ દેવા કે મને ઉતારવા? તે પણ દેશસેવાને અર્થે ને તેને જ અંગે. 1. ૧૮૭૨–૧૯૫૦; યોગી, કવિ અને ફિલસૂફ; ૧૯૧૦ની સાલથી તેઓ પૉંડિચેરીમાં રહ્યા અને ત્યાં આશ્રમ સ્થાપ્યો. અલીપુર બૉમ્બ કેસમાં ૨૩ જણ પકડાયા હતા તેમાંના એ એક હતા. ૧૯૦૮ના ઑક્ટોબરમાં એ માટે નિયમિત કામ ચલાવવાની શરૂઆત થઈ.

367


રાષ્ટ્રધર્મ એટલે વ્યાપક પ્રેમ. એ વિશ્વપ્રેમ નથી પણ તેનો મોટો અંશ છે. એ પ્રેમનો ધવલિગરિ નથી પણ પ્રેમનું દાર્જિલિંગ છે. ત્યાંથી ધવલગિરિની સુવર્ણઝાંખી થાય છે, ને જોનાર મનમાં વિચારે છે : “જો પ્રેમનું દાર્જિલિંગ આવું રળિયામણું છે તો આ પ્રેમનો ધવલગિરિ જે અહીંથી મારી સામે ઝળહળી રહ્યો છે તે તો કેટલો બધો રળિયામણો હશે?

વાઇસરૉયથી ન ડરે , તે મારાથી ડરે ? “સગો ભાઈ હોય છતાં જો તેનું કાર્ય મને રાષ્ટ્રપ્રગતિની વિરુદ્ધ લાગે, તો તેની સામે થાઉં” એ તેમની વિચારશ્રેણી હતી. તે જ બધાની હોવી જોઈએ. અમારો વિરોધ સગા ભાઈઓના વિરોધ જ ેવો હતો. બેમાંથી એક પણ એકબીજાથી વિખૂટા પડવા નહોતા માગતા. માગે તો રાષ્ટ્રપ્રેમની ન્યૂનતા ગણાય. તેથી વિખૂટા થતા જ ેવા લાગતા છતાં અમે નજીક આવતા હતા. એ અમારા હૃદયની પરીક્ષા હતી. એ કસોટીમાં દેશબંધુ પાર ઊતર્યા; મારે ઊતરવાનું રહ્યું. મારો જ ે પ્રેમ દેશબંધુ પ્રત્યે તે જ બીજા સાથીઓ પ્રત્યે મારે નિભાવવો રહ્યો. તેમાં જો હં ુ નિષ્ફળ જાઉં તો પરીક્ષામાં નાપાસ થાઉં. દેશબંધુની છેલ્લા ત્રણચાર માસની પ્રગતિ અદ્ભુત હતી. તેમની ઉગ્રતાનો અનુભવ ઘણાને થયો હશે. તેમની નમ્રતાનો અનુભવ મેં જ ે ફરીદપુરથી1 કરવા માંડ્યો તે વિસ્તાર પામતો જ ગયો. ફરીદપુરનું ભાષણ વગરવિચાર્યે નહોતું લખાયું. તે વિચારોની પરિપક્વતાનું સુંદર પુષ્પ છે. તેમાં પણ મેં પ્રગતિ થતી જોઈ છે. દાર્જિલિંગમાં અવધિ હતી. એ પાંચ દિવસોનાં સ્મરણોનું વર્ણન કરતાં હં ુ થાકતો જ નથી. તે સમયના “સ

1. ૧૯૨૫ના મે માસમાં સી. આર. દાસના પ્રમુખપદે ત્યાં બંગાળ પ્રાંતિક ઍગ્રિકલ્ચર પરિષદ મળી હતી.

368

તેમના દરે ક કાર્યમાં, તેમની દરે ક વાતમાં પ્રેમ જ નીતરતો હતો. તેમનો આશાવાદ તીવ્ર થતો જતો હતો. દુશ્મનો પ્રત્યે તેઓ કટાક્ષ કરી શકતા હતા, પણ આ પાંચ દિવસમાં મેં એવું કંઈ જ ન જોયું. એથી ઊલટુ,ં તેમણે મારી પાસે ઘણાઓને વિશે જ ે વર્ણન કર્યાં તેમાં એકેને વિશે કડવાં વચન મેં મુદ્દલ ન સાંભળ્યાં. સર સુરેન્દ્રનાથનો વિરોધ તો ચાલુ જ હતો. છતાં તેમને વિશે પણ મીઠાશ જ વર્તતી હતી. તેમના હૃદય પર પણ તેમને જય મેળવવો હતો. મારી પાસેથી એવું જ કામ લેવા માગતા હતા. “જ ેટલાને મેળવી શકે, તેટલાને મેળવવાનો પ્રયત્ન કરજ ે,” આ તેમની ભલામણ હતી. હવે પછી લડત કેમ લડવી, સ્વરાજદળે શું કરવુ,ં રેં ટિયાને કયું સ્થાન છે, વગેરે વાતો પણ પેટ ભરીને થઈ. અમે બંગાળના કાર્યને વિશે યોજના પણ ઘડી. તેનો તો કદાચ અમલ પણ થશે. પણ અમલદાર ક્યાં છે? મારું મન હળવું કરીને મેં દાર્જિલિંગ છોડ્યું હતું. હં ુ નિર્ભય બન્યો હતો. મારો માર્ગ, સ્વરાજ માર્ગ, હં ુ ચોખ્ખો જોઈ શકતો હતો. હવે દૃષ્ટિમર્યાદા ઉપર વાદળ છવાઈ ગયાં છે. લોકમાન્ય જતાં હં ુ ગભરાયો હતો. એકને વીનવવાને બદલે મારે અનેકને વીનવવા રહ્યા એમ થયું હતું. લોકમાન્યની પાસે મારાં દુઃખ રડી તેનું નિવારણ હં ુ માગી શકતો હતો. તેને બદલે મારે અનેકની પાસે દુઃખ રડવું, છતાં તેઓ તેનું નિવારણ ન કરી શકે, એમ હં ુ જાણતો હતો. મારે તેઓનાં આંસુ લૂછવાનો સમય આવ્યો. દેશબંધુના જવાથી હં ુ વધારે વિપત્તિમાં પડ્યો છુ .ં દેશબંધુ એટલે બંગાળ. તેમની સહી મને મળી એટલે મારે હાથ ચલણી હૂંડી આવી. આટલે લગી તો બંનેનાં વિયોગનાં દુઃખ સરખાં. પણ લોકમાન્ય ગયા ત્યારે રસ્તો સરળ હતો. લોકોને નવી આશાઓ હતી. પોતાની શક્તિ અજમાવવી હતી. નવા અખતરા કરવા હતા. હિં દુમુસલમાન એક થઈ ગયા જ ેવા જણાતા હતા. પણ હવે? હવે તો ઊંચે આભ ને નીચે ધરતી. નવા અખતરા મારી પાસે ન મળે. હિં દુમુસલમાન તો [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


લડવાની તૈયારી કરી રહ્યા છે. ધર્મને નામે રાષ્ટ્રધર્મને ખોઈ બેઠા જણાય છે. બ્રાહ્મણ ને બ્રાહ્મણેતર પણ લડી રહ્યા છે. સરકાર માની બેઠી છે કે હવે પોતે હિં દુસ્તાનમાં ગમે તેમ કરી શકે છે. સવિનયભંગ તો કેમ જાણે દૂર હોય નહીં એમ ભાસે છે. આવે સમયે ગમે તે યોદ્ધાનું ગમન સાલે. પણ દસ હાથવાળા દાસનું ગમન તો અસહ્ય થઈ પડ્યું છે. છતાં હં ુ આસ્તિક હોઈ હાર્યો નથી. ઈશ્વરની મરજીમાં આવે તેવા ખેલ તે ખેલે તેનું દુઃખે શું ને સુખે શું? જ ેની ઉપર આપણો કશો કાબૂ ન હોય તેવા બનાવો આમ બને તોયે શું ને તેમ બને તોયે શું? મને મારા કર્તવ્યની સમજ છે. ભલે તે ખોટી છે. મને તે જ્યાં સુધી ખરી ભાસે ત્યાં સુધી તે પ્રમાણે હં ુ વર્તું એટલે હં ુ જવાબદારીથી મુક્ત થયો. આવું તત્ત્વજ્ઞાન ડહોળી હં ુ આશ્વાસન મેળવી રહ્યો છે. મારો

સ્વાર્થ દેશબંધુના વિયોગને ભૂલવા જ નથી દેતો. પણ દેશબંધુને મૃત્યુ જ ક્યાં છે? દેશબંધુનો દેહ ગયો. દેશબંધુના ગુણો થોડા જ દેહાંત થઈ શકે છે? ગુણી તો હયાત છે. તે ગુણોને આપણામાં ઉતારીએ એટલે આપણા બધામાં દેશબંધુ જીવે. જ ે માણસે આ જગતની સેવા કરી છે તે મરતો જ નથી. તેમનો ક્ષણિક દેહ ગયો; તેમનો સેવાભાવ, તેમની ઉદારતા, તેમનો દેશ પ્રત્યે પ્રેમ, તેમનો ત્યાગ, તેમની નીડરતા, એ કંઈ ગયાં છે? થોડે અથવા વધુ અંશે તે ગુણો પ્રજામાં વધ્યે જ જશે. એટલે દેશબંધુ મર્યા છતાં જીવે છે. જ્યાં સુધી હિં દુસ્તાન છે, ત્યાં સુધી દેશબંધુ પણ છે જ. તેથી કહીએ, “દેશબંધુ ઘણું જીવો.” [મૂળ ગુજરાતી] नवजीवन, ૨૮–૬–૧૯૨૫ o

મહાદેવભાઈની ડાયરી

મહાદેવભાઈ દેસાઈની સમર્પણ શતાબ્દીનું આ વર્ષ છે. મહાત્મા ગાંધીજીના ચરણે બેસી સમર્પણભાવે ૫૦ વર્ષના ટૂ કં ા આયખાનાં ૨૫ વર્ષ ગાંધીજીના અંગત સચિવ તરીકે તેમની સાથે રહીને રોજ ેરોજની ગાંધીજીની ચર્ચાઓ, મુલાકાતો અને ભાષણોની મહાદેવભાઈએ કરે લી નોંધ પરથી પ્રકાશિત ડાયરીઓનું અદકેરું મહત્ત્વ છે. અત્યાર સુધી ૨૩ ડાયરી પ્રકાશિત થઈ ચૂકી છે. નવજીવન દ્વારા મહાદેવભાઈની આ ડાયરીઓ ઉપલબ્ધ છે. પુ. 1 ₨ 60.00 પુ. 14 ₨ 90.00 પુ. 2 અને 3 (દરે કના) ₨ 70.00 પુ. 15 ₨ 100.00 પુ. 4 ₨ 52.00 પુ. 16 ₨ 12.00 પુ. 5 ₨ 90.00 પુ. 17 ₨ 24.00 પુ. 6 થી 8(દરે કના) ₨ 06.00 પુ. 18 ₨ 35.00 પુ. 9 400.00 પુ . 19 ₨ ₨ 60.00 પુ. 10 70.00 પુ . 20 ₨ ₨ 20.00 પુ. 11 ₨ 60.00 પુ. 21 ₨ 40.00 પુ. 12 90.00 પુ . 22 અને 23(દરે ક ના) ₨ ₨ 50.00 પુ. 13 70.00 ₨ મહાદેવભાઈની ડાયરી 1થી 23 ભાગના ₨ 1,531

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

369


વાસંતીદેવી : દેશબંધુનાં સહધર્મચારિણી વાસંતીદેવીની સાથેનો મારો પરિચય સન ૧૯૧૯ની

સાલથી છે. ગાઢ પરિચય ૧૯૨૧માં થયો. તેમની સરળતા, તેમની ચાતુરી ને તેમના અતિથિસત્કાર વિશે તો બહુ સાંભળ્યું હતું. તેનો અનુભવ પણ ઠીક થયો હતો. જ ેમ દાર્જિલિંગમાં દેશબંધુની સાથેનો મારો સંબંધ વધ્યો તેમ વાસંતીદેવી સાથેનો પણ વધ્યો. તેમના વૈધવ્યમાં તો પરિચય બહુ જ વધી ગયો છે. દાર્જિલિંગથી શબ લઈને કલકત્તે આવ્યાં છે, ત્યારથી હં ુ તેમની સોડે જ રહ્યો છુ ં એમ કહી શકાય. વૈધવ્ય પછીની પહે લી મુલાકાત તેમના જમાઈને ઘેર થઈ. ઘણી બહે નોથી વીંટળાઈને તેઓ બેઠાં હતાં. પૂર્વાશ્રમમાં તો હં ુ તેમની કોટડીમાં પેસું એટલે તેઓ જ સામાં આવે ને મને બોલાવે. વૈધવ્યમાં મને કોણ બોલાવે? પૂતળાંની જ ેમ સ્તબ્ધ થઈ બેઠલ ે ી બધી બહે નોમાંથી મારે તેમને ઓળખી કાઢવાનાં હતાં. એક મિનિટ સુધી તો હં ુ ખોળી જ રહ્યો. સેંથામાં સિંદૂર, કપાળે ચાંલ્લો, મોઢામાં પાન, હાથે બંગડીઓ અને સાડીએ કોર, હસમુખો ચહે રો — આમાંની એકે નિશાની હં ુ ન જોઉં ને વાસંતીદેવીને કેમ ઓળખું? જ્યાં તેઓ હોવાં જ જોઈએ એવું માન્યું હતું ત્યાં જઈને હં ુ તો બેઠો ને નિહાળીને મુખમુદ્રા જોઈ. જોવું અસહ્ય થઈ પડ્યું. ચહે રો તો ઓળખ્યો. રુદન રોકવું મુશ્કેલ થઈ પડ્યું. છાતી પથ્થર જ ેવી કરી આશ્વાસન આપવું તો દૂર જ રહ્યું. એમના મુખ પરનું હમેશનું હાસ્ય આજ ે ક્યાં હતું? મેં એમને સાંત્વન આપવા, રીઝવવા, બોલાવવા અનેક પ્રયત્ન કર્યા. ઘણી વારે હં ુ સહે જ સફળ થયો. દેવી જરા હસ્યાં. મને હિં મત આવી ને હં ુ બોલ્યો: “મારાથી રડાશે નહીં. તમે રડશો તો બધાં રડશે. મોના (મોટી દીકરી)ને માંડ છાની રાખી છે. બેબી (નાની દીકરી)ની હાલત તો તમે જાણો જ છો. સુજાતા (પુત્રવધૂ) પોકે પોકે રોતી હતી તે ભાગ્યે શાંત થઈ

370

છે. તમે દયા રાખજો. તમારી પાસેથી તો હવે બહુ કામ લેવું છે.” વીરાંગનાએ દૃઢતાપૂર્વક જવાબ આપ્યો: ‘હં ુ રડવાની નથી. મને રડવું આવતું જ નથી. પછી શું?’ ૧૮૮૦-૧૯૭૪; આનો મર્મ હં ુ સમજ્યો, ચળવળકર્તા અને સમાજસુધારક. મેં સંતોષ વાળ્યો. રડવું દુઃખનો ભાર હળવો કરે છે. આ વિધવા બહે નને તો ભાર હળવો નહોતો કરવો, ઊંચકવો હતો તે કેમ રડે? મારાથી હવે કેમ કહે વાય “ત્યારે ચાલો આપણે ભાઈબહે ન પેટભરી રડીએ ને દુઃખ ઠાલવીએ?” હિં દુ વિધવા તો દુઃખની પ્રતિમા છે. તેણે સંસારના દુઃખનો બોજો વહોરી લીધો છે. તેણે દુઃખને સુખ કરી મૂક્યું છે. દુઃખને ધર્મ કરી મૂક્યો છે. વાસંતીદેવીથી બધી જાતના ખોરાક ખવાતા. તેના ૧૯૨૦ સુધીના કાળમાં તેમને ત્યાં છપ્પન ભોગ થતા ને સેંકડો માણસો જમતાં. તેમને તંબોળ વિના એક ઘડી ન ચાલતું. પાનની દાબડી પાસે પડી જ હોય. હવે શણગારમાત્રનો ત્યાગ, તંબોળનો ત્યાગ, પકવાનોનો ત્યાગ, માંસમત્સ્યનો ત્યાગ. કેવળ ધણીનું ધ્યાન, પરમાત્માનું ધ્યાન. ઘણી બહે નોને તેમના શણગાર ઓછા કરવા હં ુ વીનવું છુ .ં ઘણીને વ્યસનો છોડવા કહં ુ છુ .ં કોઈક જ ત્યાગે. પણ વિધવા? જ ે પળે હિં દુ સ્ત્રી વિધવા થાય તે જ પળે તેનાં વ્યસન ને તેનો શણગાર સરપની કાંચળીની જ ેમ સરી પડે છે. તેને ન જોઈએ કોઈનું ઉત્તેજન, ન જોઈએ કોઈની મદદ. રિવાજ તું શું નથી કરી શકતો? આ દુઃખ સહન કરવામાં ધર્મ છે કે અધર્મ? આવું [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


બીજા ધર્મમાં તો નથી ભાળ્યું. હિં દુ ધર્મશાસ્ત્રીઓએ ભૂલ તો નહીં કરી હોય? વાસંતીદેવીને જોઈને હં ુ તો ભૂલ નથી જોતો, પણ ધર્મની શુદ્ધ ભાવના ભાળું છુ .ં વૈધવ્ય હિં દુ ધર્મનો શણગાર છે. ધર્મનું ભૂષણ વૈરાગ છે, વૈભવ નહીં. ભલે દુનિયા બીજુ ં કહે વું હોય તો કહે . પણ હિં દુ શાસ્ત્ર કયા વૈધવ્યને વખાણે છે ને વધાવે છે? પંદર વર્ષની મુગ્ધા જ ે વિવાહનો અર્થ પણ નથી જાણતી તેના વૈધવ્યને નહીં. બાળવિધવાઓને સારુ વૈધવ્ય ધર્મ નથી, તે અધર્મ છે. વાસંતીદેવીને મદન જાતે આવીને લલચાવે તો તે પોતે ભસ્મ થઈ જાય. વાસંતીદેવીને શિવની જ ેમ ત્રીજી આંખ છે. પણ પંદર વર્ષની બાળા વૈધવ્યની શોભાને શું જાણે? તેને સારુ તો એ અત્યાચાર જ છે. બાળવિધવાઓની ભરતીમાં હં ુ હિં દુ ધર્મની પડતી જોઉં છે. વાસંતીદેવી જ ેવીના વૈધવ્યમાં હં ુ શુદ્ધ ધર્મનું પોષણ જોઉં છુ .ં વૈધવ્ય સર્વ પ્રકારે , સર્વ સ્થળે, સર્વ કાળે અનિવાર્ય સિદ્ધાંત નથી. જ ે સાચવે તે સ્ત્રીને સારુ તે ધર્મ છે. રિવાજના કૂ વામાં તરવું સારું છે. તેમાં ડૂ બવું એ તો આત્મહત્યા છે. જ ેમ સ્ત્રીને તેમ પુરુષને હોવું જોઈએ. રામે તે કરી બતાવ્યું. સતી સીતાનો ત્યાગ પણ તેનાથી ન સંખાયો. પોતે જ કરે લા ત્યાગથી પોતે જ બળ્યા. જ્યારથી સીતા ગયાં ત્યારથી રામચંદ્રનું તેજ ઘટ્યું. સીતાના દેહનો ત્યાગ તેમણે કર્યો, પણ સીતાને પોતાના હૃદયની સ્વામિની બનાવી. તેમને ત્યારથી ન ખપ્યા શણગાર કે ન ખપ્યો બીજો વૈભવ. કર્તવ્ય સમજીને તટસ્થપણે રાજકારભાર ચલાવીને તે શાંત રહ્યા. જ ે આજ ે વાસંતીદેવી સાંખી રહે લ છે, જ ેમાંથી તે પોતાનો વિલાસ ખેંચી શકી છે તે વસ્તુ પુરુષવર્ગ ન કરે ત્યાં લગી હિં દુ ધર્મ અધૂરો. એકને ગોળ ને બીજાને થોર એવો ઊલટો ન્યાય ઈશ્વરી દરબારમાં હોય નહીં ને છે જ નહીં. પણ અત્યારે તો હિં દુઓમાં પુરુષે એ ઈશ્વરી કાયદાને ઉલટાવી સ્ત્રીને સારુ વૈધવ્ય કાયમ રાખી પોતાને સારુ સ્મશાનભૂમિમાં જ બીજો વિવાહ યોજવાનો અધિકાર રાખ્યો છે!!! વાસંતીદેવીએ હજુ સુધી કોઈના દેખતાં આંસુનું

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

ટીપું સરખું નથી પાડ્યું. છતાં તેમના ચહે રામાં તેજ તો આવતું જ નથી. કેમ જાણે લાંબા મંદવાડમાંથી ઊઠ્યાં ન હોય એવો તેમનો ચહે રો લાગે છે. આ સ્થિતિ જોઈ મેં થોડો સમય બહાર નીકળી હવા ખાવા વિનવણી કરી. મારી સાથે મોટરમાં તો બેઠાં. પણ બોલે શાનાં? ઘણી વાતો મેં કાઢી તે સાંભળી. પણ પોતે તેમાં ભાગ્યે જ ભાગ લીધો. હવા ખાધી તો ખરી પણ પસ્તાયાં. આખી રાત નિદ્રા ન જ આવી. “જ ે વસ્તુ મારા પતિને અતિશય પ્રિય હતી, તે મેં અભાગણીએ આજ ે કરી? આ તે શોક?” આવા વિચારોમાં રાત્રિ ગાળી. ભોંબલ (તેમનો દીકરો) મને આ ખબર આપી ગયો. મારો આ મૌનવાર છે. મેં કાગળ ઉપર લખી નાખ્યું છે : “આ ગાંડપણ માતાજીમાંથી આપણે કાઢ્યે છૂટકો. આપણા પ્રિયતમને પ્રિય એવી ઘણી વસ્તુઓ આપણે તેના વિયોગ પછી કર્યે જ છૂટકો છે. માતાજી વિલાસને અર્થે મોટરમાં નહોતાં બેઠાં, પણ કેવળ આરોગ્યને ખાતર. તેમને સ્વચ્છ હવાની બહુ જરૂર હતી. આપણે તેમને બળ આપી તેમનું શરીર સાચવવું પડશે. પિતાજીના કાર્યને દીપાવવા ને વધારવા સારુ આપણને તેમના શરીરનો ખપ છે. આટલું માતાજીને કહે જો.” “માતાજીએ તો આ વાત જ તમને કરવાની મને ના પાડી હતી. મારાથી ન રહે વાયું એટલે હં ુ કહે વાને આવ્યો છુ .ં હાલ તુરત તો તેમને મોટરમાં ન જવાનું કહો એ જ ઠીક લાગે છે,” ભોંબલ બોલ્યો. બિચારો ભોંબલ! કોઈનો વાળ્યો ન વળે એ દીકરો આજ બકરી જ ેવો થઈને બેઠો છે. તેનું કલ્યાણ થાઓ. પણ આ સાધ્વી વિધવાનું શું? વૈધવ્ય વહાલું લાગે છે, છતાં અસહ્ય લાગે છે. સુધન્વા ઊકળતા તેલમાં પડ્યો નાચે ને મારા જ ેવા દૂર રહી જોનારા સુધન્વાનું દુઃખ કલ્પીને કાંપે. સતી સ્ત્રીઓ, તમારું દુઃખ તમે સંઘરજો. તે દુઃખ નથી પણ સુખ છે. તમારાં સ્મરણ કરી ઘણાં તર્યાં છે ને તરશે. વાસંતીદેવીનો જય હો. [મૂળ ગુજરાતી] नवजीवन, ૨૮–૬–૧૯૨૫ 371


સુશીલ રુદ્ર : એક મૂક સેવક ...હિં દસ્તા ુ નનો મુખ્ય રોગ ગુલામી છે, અને જ ે આશ્રય તેમને મુશ્કેલીમાં

લોકો એ ગુલામીને હટાવવા માટે સૈનિકબળ, નાણાં અને કૂ ટનીતિની ત્રિવિધ હરોળથી રક્ષાયેલી નોકરશાહી સામે જાહે ર રીતે લડત આપે છે, માત્ર તેવાઓને જ આ દેશ ઓળખે છે. તે સ્વાભાવિક રીતે જ, રાજકીય ક્ષેત્ર સિવાયના બીજા એટલા જ મહત્ત્વના ક્ષેત્રમાં કામ કરી રહે લા નિઃસ્વાર્થ અને પોતાની જાતને અપ્રગટ રાખનાર કાર્યકર્તાઓને ઓળખતો નથી. સેન્ટ સ્ટિફન કૉલેજના પ્રિન્સિપાલ સ્વ. સુશીલ રુદ્ર આવા પ્રકારના નમ્ર કાર્યકર્તા હતા. તેઓ શ્રેષ્ઠ કોટિના કેળવણીકાર હતા. આચાર્ય તરીકે તેઓએ સાર્વત્રિક લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તેમની અને તેમના વિદ્યાર્થીઓની વચ્ચે એક પ્રકારનો આધ્યાત્મિક સંબંધ હતો. તેઓ ખ્રિસ્તી હતા, છતાં તેમના દિલમાં હિં દુ ધર્મ અને ઇસ્લામ ધર્મ પ્રત્યે ખૂબ માન હતું. જગતના એકમાત્ર તારણહાર ઈશુ ખ્રિસ્ત છે, એમ ન માનનાર દરે ક જણ તિરસ્કારને પાત્ર છે, એવી સંકુચિત માન્યતા ધરાવનાર ખ્રિસ્તી તેઓ નહોતા. પોતાના ધર્મની પ્રતિષ્ઠા વિશે તેઓ સજાગ હતા, છતાં બીજા ધર્મો પ્રત્યે તેમનામાં સહિષ્ણુતા હતી. તેઓ રાજકારણના ઊંડા અને ખંતીલા અભ્યાસી હતા. કહે વાતા ઉદ્દામવાદીઓ પ્રત્યેની તેમની સહાનુભૂતિ તેઓ ઢોલ વગાડીને જાહે ર કરતા નહોતા તેમ એને છુ પાવતા પણ નહોતા. ૧૯૧૫માં હં ુ હિં દ આવ્યો ત્યારથી જ્યારે જ્યારે મારે દિલ્હી આવવાનું થયું છે ત્યારે તેમનો મહે માન બન્યો છુ .ં જ્યાં સુધી રૉલેટ કાયદાની સામે મેં સત્યાગ્રહ જાહે ર નહોતો કર્યો, ત્યાં સુધી તો બધું સીધેસીધું ચાલ્યા કર્યું. ઉચ્ચ વર્તુળોમાં ઘણા અંગ્રેજો તેમના મિત્રો હતા. તેઓ એક શુદ્ધ અંગ્રેજ મિશન સાથે સંકળાયેલા હતા. તેમની કૉલેજમાં પસંદ થયેલા એ પહે લા જ હિં દી પ્રિન્સિપાલ હતા. એટલે મને લાગ્યું કે કદાચ તેમનો મારી સાથેનો ગાઢ પરિચય અને તેમના મકાનમાં મહે માન તરીકે મને આપેલો 372

મૂકે અને તેમની કૉલેજ બિનજરૂરી જોખમમાં આવી પડે. એટલે મેં મારો ઉતારો બીજ ે શોધી લેવા વિશેની વાત તેમની પાસે મૂકી. તેમનો જવાબ અત્યંત લાક્ષણિક ૧૮૬૧-૧૯૨૫; સેન્ટ સ્ટિફન જના પ્રથમ ભારતીય પ્રિન્સિપાલ હતો : લોકો કલ્પના કરે કૉલેઅને રાજકારણના અભ્યાસી. છે તે કરતાં મારા ધર્મનાં મૂળ ઘણાં ઊંડાં છે. મારાં કેટલાંક મંતવ્યો મારા સમગ્ર વ્યક્તિત્વનાં મહત્ત્વનાં અંગો છે, અને તે મેં ઊંડી અને લાંબી પ્રાર્થનાઓ પછી બાંધેલાં છે. મારા અંગ્રેજ મિત્રોને તેમની માહિતી છે. અને એક આદરણીય મિત્ર અને મહે માન તરીકે તમે મારે ત્યાં રહો તેમાં કોઈ ગેરસમજ થવાની નથી. અને કદાચ ક્યારે ય મારે એવી પસંદગી કરવાનો વખત આવે કે કાં તો મારે મારા અંગ્રેજ મિત્રો સાથેના મારા સંબંધો છોડવા કે કાં તો તમને ગુમાવવા, તો બેમાંથી હં ુ શું પસંદ કરું તે તમે જાણો છો. તમે મને નહીં છોડી શકો.” મેં કહ્યું, “પણ, મને જ ે અનેક પ્રકારના મિત્રો મળવા આવે છે તેનું શુ?ં જ્યારે જ્યારે હં ુ દિલ્હી આવું ત્યારે તમારું ઘર એક ધર્મશાળા બની જાય તેમ તમારે ન થવા દેવું જોઈએ.” “સાચું કહં ુ તો,” તેમણે જવાબ આવ્યો, “મને એ બધું ગમે છે. તમને મળવા આવે છે તે મિત્રો મને ગમે છે. તમને મારે ત્યાં રાખીને હં ુ મારા દેશની થોડીઘણી સેવા કરી શકું છુ ં એ વિચારથી મને આનંદ થાય છે.” વાચકને એ વાતની ખબર નહીં હોય કે ખિલાફતના દાવાને નક્કર સ્વરૂપ આપતા મારા વાઇસરૉયને લખેલા ખુલ્લા પત્રનો મુસદ્દો પ્રિન્સિપાલ રુદ્રના નિવાસસ્થાનમાં જ વિચારાયો અને ઘડાયો હતો. તેમણે તથા ચાર્લી ઍન્ડ્રૂ ઝે તેમાં સુધારાવધારા કર્યા હતા. આ જ અતિથિગૃહના છાપરા નીચે અસહકારની કલ્પના [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કરવામાં આવી હતી તથા તેને ઘાટ અપાયો હતો. મૌલાનાઓ, બીજા મુસલમાનો તથા મારી વચ્ચે જ ે ખાનગી ગુફતેગો થતી, તેને તેઓ મૂગ ં ા રહી ઊંડા રસથી સાંભળતા. તેમનાં બધાં કાર્યોના પાયામાં ધાર્મિક હે તુ હતો. તેથી તેમને કોઈ દુન્યવી સત્તાનો ભય જ નહોતો. તેમ છતાં એ હે તએ ુ જ તેમને દુન્યવી સત્તાનું અસ્તિત્વ, તેની સાથેની મૈત્રી તથા તેના ઉપયોગનું મૂલ્ય સમજવાને શક્તિમાન બનાવ્યા હતા. ધાર્મિક દૃષ્ટિને લીધે માણસના વર્તન અને માન્યતા વચ્ચે સુદં ર સંવાદિતા

ઊભી થાય છે એ સત્યને તેમણે તેમના જીવન દ્વારા પ્રત્યક્ષ કરી બતાવ્યું હતુ.ં પ્રિન્સિપાલ રુદ્ર ઉત્તમ ચારિત્ર્ય ધરાવતી વ્યક્તિને પોતાના તરફ ખેંચી શકતા હતા. બહુ ઓછા લોકો જાણતા હશે કે મિ. ચાર્લી ઍન્ડ્રૂ ઝ આપણને મળ્યા તે પ્રિન્સિપાલ રુદ્રને આભારી છે. તે બંને જોડિયા ભાઈ જ ેવા હતા. આદર્શ મૈત્રી કોને કહે વાય તે આ બંનને ા સંબધ ં ોનો અભ્યાસ કરવાથી જાણી શકાય. [મૂળ અંગ્રેજી] यंग इन्डिया, ૯–૭–૧૯૨૫ o

આલ્બર્ટ વેસ્ટ : દ. આફ્રિકાના ગોરા સહાયકોમાંના એક આ [દક્ષિણ આફ્રિકાની] લડતમાં એટલા બધા અને

પ્રતિષ્ઠિત ગોરાઓએ હિં દી કોમ તરફથી આગળપડતો ભાગ લીધો હતો... આથી ઠેકઠેકાણે તેઓનાં નામ આવ્યાં કરશે તે વખતે વાંચનારને તે અપરિચિત નહીં લાગે અને લડતના ચાલુ વર્ણનમાં તેઓની ઓળખાણ કરાવનારને સારુ મારે રોકાઈ પણ નહીં જવું પડે. જ ે ક્રમમાં હં ુ તેઓનાં નામ આપવાનો છુ ં તે ક્રમ વાંચનારે ન પ્રતિષ્ઠાવાર સમજવો કે ન તેમની મદદની કિંમતવાર. તેમાં પ્રથમ નામ આલ્બર્ટ વેસ્ટનું આવે છે. તેમનો કોમની સાથેનો સંબંધ તો લડાઈ પહે લાં શરૂ થયો. મારી સાથેનો સંબંધ તેથી પણ વહે લો. મેં જ્યારે જોહાનિસબર્ગમાં ઑફિસ ખોલી ત્યારે મારું કુ ટુબ ં મારી સાથે ન હતું. વાંચનારને યાદ હશે કે હં ુ દક્ષિણ આફ્રિકાના હિં દીઓનો તાર મળવાથી ૧૯૦૩માં એકાએક ચાલી નીકળેલો અને તે પણ એક વર્ષની અંદર પાછા ફરવાના ઇરાદાથી. જોહાનિસબર્ગમાં એક નિરામિષ ભોજનગૃહ હતું તેમાં હં ુ નિયમસર બપોરે અને સાંજ ે ખાવા જતો. ત્યાં વેસ્ટ પણ આવતા અને ત્યાં જ અમારી ઓળખાણ થયેલી. તે એક બીજા ગોરાની સાથે ભાગમાં છાપખાનું ચલાવતા હતા. ૧૯૦૪માં જોહાનિસબર્ગના હિં દુઓમાં સખત મરકી ફાટી નીકળી. દરદીઓની સારવારમાં હં ુ રોકાઈ ગયો અને પેલા ભોજનગૃહમાં મારું જવાનું અનિયમિત

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

થયું. અને જ્યારે જતો ત્યારે પણ મારા ચેપનો બીજાને ભય ન રહે એટલા સારુ બીજા જમનારાઓ આવ્યા હોય તેમના પહે લાં હં ુ ત્યાં જઈ આવતો. બે દિવસ મને જ્યારે ગાંધીજીના દક્ષિણ આફ્રિકા અને ઉપરાઉપરી જોયો નહીં ફિનિક્સ આશ્રમના સાથી. ત્યારે વેસ્ટ ગભરાયા. તેમણે છાપાંઓમાં જોયેલું કે હં ુ દરદીઓની સારવારમાં રોકાયેલો હતો. ત્રીજ ે દિવસે સવારના છ વાગ્યે હજુ હં ુ હાથ-મોં ધોઈ રહ્યો હતો તેટલામાં વેસ્ટે મારી કોટડીનું બારણું ઠોક્યું. મેં બારણું ઉઘાડ્યું તો વેસ્ટનો હસમુખો ચહે રો જોયો. તે તરત જ રાજી થઈને બોલી ઊઠ્યા, “તને જોઈને નિરાંત થઈ. તને ભોજનગૃહમાં ન જોયો તેથી હં ુ ગભરાઈ ગયો હતો. મારાથી તને કંઈ મદદ થઈ શકે એમ હોય તો જરૂર કહે વું.” મેં હસીને જવાબ દીધો, “દરદીની સારવાર?” “કેમ નહીં? જરૂર હં ુ તૈયાર છુ .ં ” આટલા વિનોદમાં મારો વિચાર મેં કરી લીધો હતો. મેં કહ્યું, “તમારી પાસેથી મને બીજા જવાબની 373


આશા હોય જ નહીં. પણ તેમાં તો મારી પાસે ઘણા મદદગાર છે. પણ તમારી પાસેથી તો, હં ુ એથી વધારે કઠણ કામ લેવા ઇચ્છું છુ .ં મદનજિત અહીં છે. ‘ઇન્ડિયન ઓપીનિયન’નું પ્રેસ નિરાધાર છે. મદનજિતને તો મેં મરકીના કામમાં રોકી જ લીધા છે. તમે ડરબન જાઓ અને તે સંભાળો તો એ ખરે ખરી મદદ છે. તેમાં લલચાવા જ ેવું તો કંઈ છે જ નહીં. હં ુ તો તમને જૂ જ રકમ જ આપી શકું, એટલે મહિનાના દસ પાઉન્ડ અને જો પ્રેસમાં કંઈ લાભ થાય તો તેમાંથી અર્ધું તમારું .” “એ કામ જરા અટપટુ ં ખરું . મારે ભાગીદારની રજા લેવી પડશે. કેટલીક ઉઘરાણીઓ છે, પણ કંઈ ફિકર નહીં. આજ સાંજ સુધીની છૂટ તું મને આપશે?” “હા! છ વાગ્યે આપણે પાર્કમાં મળીએ.” “હં ુ જરૂર પહોંચીશ.” તે પ્રમાણે અમે મળ્યા. ભાગીદારની રજા લઈ લીધી. ઉઘરાણીઓ ઉઘરાવવાની મને સોંપી દીધી અને બીજ ે દિવસે સાંજની ટ્રેનમાં તે રવાના થયા. એક મહિનાની અંદર તેમનો રિપોર્ટ આવ્યો કે, “આ છાપખાનામાં નફો તો છે જ નહીં, ખોટ ઘણી છે. ઉઘરાણી પાર વગરની છે, પણ ચોપડા ઢંગધડા વિનાના છે. ઘરાકોનાં પૂરાં નામ નથી, ઠેકાણાં નથી. બીજી અવ્યવસ્થા પણ ઘણી છે. આ હં ુ ફરિયાદ રૂપે નથી લખતો. હં ુ નફાને સારુ નથી આવ્યો. એટલે આ લીધેલું કામ હં ુ છોડવાનો નથી એ ચોક્કસ માનજ ે. પણ એટલી નોટિસ હં ુ અત્યારથી આપી દઉં છુ ં કે તારે લાંબા કાળ સુધી ખોટ તો ભર્યે જ જવી જોઈશે.” મદનજિત જોહાનિસબર્ગ આવ્યા હતા, ઘરાકો કરવા અને છાપખાનાની વ્યવસ્થાની મારી સાથે વાતચીત કરવા. હં ુ દર મહિને તેની થોડીઘણી પણ ખોટ ભર્યા કરતો હતો, તેથી મારે તેમાં કેટલે સુધી ઊતરવું પડશે એ જાણવા ઇચ્છતો હતો. વાંચનારને હં ુ જણાવી ગયો છુ ં કે મદનજિતને આરં ભ વેળાએ પણ છાપખાનાનો અનુભવ હતો નહીં એટલે, છાપખાનામાં અનુભવી માણસને તેમની સાથે રોકી શકાય તો સારું એમ તો હં ુ વિચાર્યા જ કરતો હતો. 374

દરમ્યાન મરકી આવી. અને મદનજિત એવા કામમાં તો બહુ કુ શળ અને નિર્ભય માણસ, એટલે તેમને રોકી લીધા. તેથી વેસ્ટનું અણધાર્યું કહે ણ મેં ઝીલી લીધું અને મરકી દરમ્યાનના પ્રસંગને સારુ જ નહીં, પણ જાથુને સારુ તેમણે જવું જોઈએ એ મેં સમજાવી દીધું હતું. તેથી ઉપર પ્રમાણેનો તેમનો રિપોર્ટ આવ્યો. છેવટે છાપું અને છાપખાનું ફિનિક્સ ગયાં એ વાંચનાર જાણે છે. વેસ્ટના મહિનાના દસ પાઉન્ડને બદલે ફિનિક્સમાં ત્રણ પાઉન્ડ થયા. આ બધા ફે રફારોમાં તેમની સંપૂર્ણ સંમતિ હતી. પોતાની આજીવિકા કેમ મળશે એનો તો એમને કોઈ દિવસ જરાયે ભય થયો હોય એવું મેં અનુભવ્યું નથી. ધર્મનો અભ્યાસ ન છતાં, અત્યંત ધાર્મિક માણસ તરીકે તેમને હં ુ ઓળખું છુ .ં તે અતિશય સ્વતંત્ર સ્વભાવના માણસ છે. જ ે વસ્તુ જ ેવી માને તેવી જ તેને કહી બતાવે. કાળાને કૃ ષ્ણવર્ણનું ન કહે તાં કાળું જ કહે . તેમની રહે ણી અત્યંત સાદી હતી. અમારા પરિચય વખતે તે બ્રહ્મચારી હતા અને હં ુ જાણું છુ ં કે એ બ્રહ્મચર્યનું પાલન કરતા. કેટલાંક વર્ષ પછી તેમણે વિલાયત જઈ પોતાનાં માબાપની યાત્રા કરી, અને ત્યાંથી પરણીને આવ્યા. મારી સલાહથી પોતાની સ્ત્રીને, સાસુને અને કુંવારી બહે નને સાથે લાવ્યા. તેઓ બધાં ફિનિક્સમાં અત્યંત સાદાઈથી રહ્યાં અને દરે ક રીતે હિં દીઓની સાથે ભળી જતાં. ...જ્યારે ફિનિક્સમાંથી ઘણા માણસો જ ેલમાં ગયા ત્યારે વેસ્ટ કુ ટુબ ં ે મગનલાલ ગાંધીની સાથે મળીને ફિનિક્સનો કારભાર ચલાવ્યો. છાપાને અને છાપખાનાને લગતાં ઘણાં કામ વેસ્ટ કરે . મારી અને બીજાઓની ગેરહાજરીમાં ડરબનથી ગોખલેને મોકલવાના તાર તે વેસ્ટ મોકલે. છેવટે વેસ્ટ પણ પકડાયા (જોકે તેમને તરત છોડી મૂકવામાં આવ્યા હતા) ત્યારે ગોખલે ગભરાયેલા, અને ઍન્ડ્રૂ ઝ તથા પિયર્સનને મોકલ્યા. [‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માંથી પ્રકરણ : ગોરા સહાયકો]

[ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


મિસ શ્લેશિન : સત્યનિષ્ઠ સેવિકા એક પવિત્ર બાળાની ઓળખાણ આપું. તેને ગોખલેએ આપેલું પ્રમાણપત્ર વાંચનારની પાસે રજૂ કર્યા વિના મારાથી નહીં રહી શકાય. આ બાળાનું નામ મિસ શ્લેશિન. ગોખલેની માણસોને પિછાણવાની શક્તિ અદ્ભુત હતી. ડેલાગોઆ બેથી ઝાંઝીબાર સુધી અમને વાતો કરવાનો અને શાંતિનો સુંદર પ્રસંગ હતો. દક્ષિણ આફ્રિકાના હિં દી તેમ જ ગોરા આગેવાનોનો પરિચય પણ તેમને ઠીક થયો હતો. એમાંનાં બધાં મુખ્ય પાત્રોનાં સૂક્ષ્મ પૃથક્કરણ તેમણે કરી બતાવ્યાં, અને મને બરાબર યાદ છે કે તેમણે મિસ શ્લેશિનને હિં દી અને ગોરા બધામાં સૌથી પ્રથમ પદ આપ્યું હતું. “એના જ ેવું નિર્મળ અંત:કરણ, કામમાં એકાગ્રતા, દૃઢતા, મેં ઘણાં થોડાંમાં જોયાં છે. અને હિં દીઓની લડતમાં કશાયે લાભની આશા વિના આટલું સર્વાર્પણ જોઈને હં ુ તો આશ્ચર્યચકિત થયો. વળી આ બધા ગુણોની સાથે તેની હોશિયારી ને ચપળતા તમારી આ લડતમાં તેને એક અમૂલ્ય સેવિકા બનાવે છે. મારે કહે વાની તો જરૂર ન હોય તોપણ કહં ુ છુ ં કે તેને તું સંઘરજ ે.” મારી પાસે એક સ્કૉચ કુ મારિકા શૉર્ટહૅ ન્ડ અને ટાઇપિસ્ટ તરીકે હતી. તેની વફાદારી અને નીતિનો કંઈ પાર ન હતો. આ જિંદગીમાં મને કડવા અનુભવ તો ઘણાયે થયા છે, પણ મારા સંબંધમાં એટલાં બધાં સુંદર ચારિત્ર્યવાળા અંગ્રેજ અને હિં દી આવ્યા છે કે, હં ુ હમેશાં એને મારું સદ્ભાગ્ય જ માનતો આવ્યો છુ .ં આ સ્કૉચ કુ મારિકા મિસ ડિકના વિવાહનો પ્રસંગ આવ્યો એટલે તેનો વિયોગ થયો. મિ. કૅ લનબૅક મિસ શ્લેશિનને લાવ્યાં અને મને કહ્યું, “આ બાળાને તેની માએ મને સોંપી છે. એ ચાલાક છે, એ પ્રામાણિક છે, પણ એનામાં ટીખળ અને સ્વતંત્રતા બહુ છે. કદાચ તે ઉદ્ધત પણ ગણાય. તને પોસાય તો તું તેને રાખજ ે. પગારને ખાતર હં ુ એને તારી નીચે નથી મૂકતો.” હં ુ તો સારી શૉર્ટહૅ ન્ડ ટાઇપિસ્ટને મહિનાના

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

વીસ પાઉન્ડ આપવાને તૈયાર હતો. મિસ શ્લેશિનની શક્તિની મને કંઈ ખબર ન હતી. મિ. કૅ લનબૅકે કહ્યું, “હાલ તો મહિનાના છ પાઉન્ડ આપજ ે.” મને તો એ કબૂલ હોય જ. ૧૮૮૮-૧૯૫૬; શ્લેશિનના દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના મિસ ઑફિસનાં રખેવાળ. ટીખળનો અનુભવ તો મને તરત જ થયો. પણ એક મહિનાની અંદર તો મિસ શ્લેશિને જ મને વશ કરી લીધો. રાત અને દહાડો ગમે ત્યારે કામ આપે. તેને સારુ કંઈ અશક્ય કે મુશ્કેલ તો મળે જ નહીં. આ વખતે તેની ઉંમર સોળ વર્ષની હતી. અસીલોનાં અને સત્યાગ્રહીઓનાં મન પણ પોતાની નિખાલસતા અને સેવાની તત્પરતાથી તેણે હરી લીધાં. ઑફિસની અને લડતની નીતિની એ કુ મારિકા ચોકીદાર અને રખેવાળ થઈ પડી. કોઈ પણ કાર્યની નીતિને વિશે તેને જરાયે શંકા આવે એટલે અતિશય છૂટથી મારી સાથે વાદવિવાદ કરે , અને હં ુ જ્યાં સુધી તે વસ્તુની નીતિને વિશે તેની ખાતરી ન કરી આપું ત્યાં સુધી તેને સંતોષ વળે જ નહીં. જ્યારે બધા પકડાયા અને આગેવાનોમાં લગભગ એક કાછલિયા જ બહાર હતા તે વખતે એ બાઈએ લાખો રૂપિયાનો હિસાબ સાચવ્યો, જુ દી જુ દી પ્રકૃ તિના માણસોની પાસેથી કામ લીધું. કાછલિયા પણ તેનો આશ્રય લે, તેની સલાહ લે. અમે બધા જ ેલમાં ગયા ત્યારે ડોકે ‘ઇન્ડિયન ઓપીનિયન’ની કમાન હાથમાં લીધી. પણ એ ધોળા વાળવાળો અનુભવી બુજરગ ‘ઇન્ડિયન ઓપીનિયન’ને સારુ લખાયેલા લેખો મિસ શ્લેશિનની પાસે પાસ કરાવે! અને તેણે મને કહે લું, “જો મિસ શ્લેશિન ન હોત તો હં ુ નથી જાણતો કે 375


હં ુ કઈ રીતે મારા કામમાં મને પોતાને પણ સંતોષ આપી શકત. તેની મદદ અને તેની સૂચનાઓનું મૂલ્ય હં ુ આંકી શકું એમ નથી.” અને ઘણી વખત તેણે સૂચવેલા સુધારાવધારા યોગ્ય જ હતા એમ ધારીને મેં કબૂલ કરે લા છે. પઠાણો, પટેલિયાઓ, ગિરમીટિયાઓ, બધી જાતના અને બધી ઉંમરના હિં દીઓ તેની આસપાસ વીંટળાઈ રહે તા, તેની સલાહ લેતા, અને તે કહે તેમ કરતા. દક્ષિણ આફ્રિકામાં ઘણે ભાગે ગોરાઓ હિં દીઓ સાથે આગગાડીમાં એક જ ડબ્બામાં બેસતા નથી. ટ્રાન્સવાલમાં તો બેસવાની મનાઈ પણ કરે છે. સત્યાગ્રહીઓનો કાયદો તો ત્રીજા વર્ગમાં જ ફરવાનો હતો. તેમ છતાં મિસ શ્લેશિન ઇરાદાપૂર્વક હિં દીઓના જ ડબ્બામાં બેસે અને ગાર્ડોની સાથે વઢવેડ પણ કરે . મને ભય હતો ને મિસ શ્લેશિનને હોંશ હતી કે કોઈ વખત પોતે પણ પકડાય. પણ તેની શક્તિ, તેનું લડાઈને લગતું પૂરું જ્ઞાન, અને સત્યાગ્રહીઓના હૃદય ઉપર તેણે મેળવેલું સામ્રાજ્ય એ ત્રણ વસ્તુ ટ્રાન્સવાલની સરકારના ધ્યાનમાં હોવા છતાં, મિસ શ્લેશિનને નહીં

પકડવાની પોતાની નીતિ અને પોતાના વિવેકનો ટ્રાન્સવાલની સરકારે ત્યાગ ન જ કર્યો. મિસ શ્લેશિને કોઈ દિવસ પોતાના માસિક છ પાઉન્ડમાં વધારો માગ્યો કે ઇચ્છ્યો જ નહીં. તેની કેટલીક હાજતોની મને જાણ થઈ ત્યારે તેને દસ પાઉન્ડ આપવાનું શરૂ કર્યું. તે પણ તેણે આનાકાનીથી લીધા. પણ તેથી આગળ વધવાની તો તેણે ચોખ્ખી ના જ પાડી : “તે ઉપરાંત મારી હાજત છે જ નહીં. તેમ છતાં જો હં ુ લઉં તો જ ે નિષ્ઠાથી તમારી પાસે આવી છુ ં તે ખોટી ઠરે .” આ જવાબથી હં ુ ચૂપ રહ્યો. વાંચનાર કદાચ જાણવાને ઇચ્છે કે મિસ શ્લેશિનની કેળવણી શું હતી? કેપ યુનિવર્સિટીની ઇન્ટરમીડિયેટ પરીક્ષા તેણે પસાર કરે લી; શૉર્ટહૅ ન્ડ વગેરેમાં પહે લા નંબરનાં પ્રમાણપત્ર મેળવેલાં. લડાઈમાંથી મુક્ત થયા પછી એ યુનિવર્સિટીની ગ્રૅજ્યુએટ થઈ અને કોઈ ટ્રાન્સવાલની સરકારી છોકરીઓની નિશાળમાં મુખ્ય શિક્ષિકા છે. [‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માંથી પ્રકરણ : ગોરા સહાયકો] o

ઍમિલી હૉબહાઉસ : એક મહાન આત્મા કુ મારી ઍમિલી હૉબહાઉસનું અવસાન થયું છે. તે

એક બહુ નેક અને બહુ બહાદુર બાઈ હતી. તે હમેશાં કોઈ પણ જાતના બદલાનો વિચાર કર્યા વગર કામ કરતી હતી. તે જ ે માનવસેવા કરતી તે ઈશ્વરને અર્પિત હતી. તે એક ઊંચા અંગ્રેજ કુ ળમાં જન્મી હતી. તે પોતાના દેશને ચાહતી અને તેથી જ પોતાનો દેશ કોઈને અન્યાય કરે એ તેનાથી સહન થતું નહીં. બોઅર યુદ્ધમાં રહે લી મૂર્ખાઈ તેણે જોઈ લીધી હતી. તે માનતી હતી કે ઇંગ્લંડનો પક્ષ સાવ ખોટો હતો. ઇંગ્લંડ જ્યારે આ લડાઈ પાછળ પાગલ બન્યું હતું ત્યારે આ બાઈએ એ લડાઈને સખતમાં સખત શબ્દોમાં વખોડી કાઢી. તે દક્ષિણ આફ્રિકા ગઈ અને ત્યાં 376

‘કૉન્સેન્ટ્રેશન કૅ મ્પસ’ એટલે કેદીઓની છાવણીની પાશવતા જોઈને તેનો આત્મા કકળી ઊઠ્યો. લૉર્ડ કિચનરને, લડાઈ જીતવી હોય તો એવા ‘કૅ મ્પ’ કાઢવાનું આવશ્યક ૧૮૬૦-૧૯૨૬; ઇંગ્લંડનાં શાંતિવાદી અને લાગ્યું હતું. આ એ વખત લોકકલ્યાણનાં શુભેચ્છક. હતો જ્યારે વિલિયમ સ્ટેડ ે અંગ્રેજોની હાર માટે પ્રાર્થનાઓ કરાવી હતી. ઍમિલી હૉબહાઉસ શરીરે દુર્બળ હતી છતાં જીવનું [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


જોખમ વહોરીને બીજી વાર દક્ષિણ આફ્રિકા ગઈ અને ત્યાં અપમાન અને એથીયે ખરાબ વર્તાવ સહન કર્યાં. તેને કેદમાં પૂરવામાં આવી અને પાછી ઇંગ્લંડ મોકલવામાં આવી. આ બધું તેણે એક સાથી વીરાંગનાની પેઠ ે સહન કર્યું. તેણે બોઅર સ્ત્રીઓને હિં મત આપી અને કહ્યું કે તમારે કદી આશા ન છોડવી જોઈએ. તેણે તેમને કહ્યું કે જોકે ઇંગ્લંડ પાગલ થઈ ગયું છે, છતાં ત્યાંનાં અનેક સ્ત્રીપુરુષોની સહાનુભતિ ૂ બોઅરો પ્રત્યે છે અને તેમનો અવાજ કોઈક દિવસ જરૂર સંભળાશે. અને એ અવાજ સંભળાયો પણ ખરો. સર હે નરી કૅ મ્પબેલ ૧૯૬૦ની ચૂંટણીઓમાં મેદાન મારી ગયા અને બોઅરોને થેયલા નુકસાનનો બને તેટલો બદલો વાળી આપ્યો. બોઅર યુદ્ધ પૂરું થયા પછી, સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે મને કુ મારી હૉબહાઉસના પરિચયનો લાભ મળ્યો. આ ઓળખાણ જિંદગીભરની મૈત્રીમાં પરિણમી. ૧૯૧૪ના સમાધાનમાં એમનો ઓછો હિસ્સો નહોતો. તે જનરલ બોથાની મહે માન હતી. તે વખતે જનરલ બોથાએ મારી મુલાકાતની માગણી સતત નકારી કાઢી હતી. અને દરે ક વખતે મને ગૃહપ્રધાનને મળવા કહ્યું હતું. પરં તુ કુ મારી હૉબહાઉસે જનરલ બોથાને મને મળવા આગ્રહપૂર્વક કહ્યું. આમ તેણે કૅ પટાઉનમાં જનરલ બોથા અને તેમનાં પત્ની સાથે મારી મુલાકાત ગોઠવી જ ેમાં તે પોતે પણ હાજર રહી હતી. બોઅરોમાં તેના નામનો ઘણો પ્રભાવ હતો. તેણે પોતાના આ બધા પ્રભાવનો હિં દના પક્ષમાં ઉપયોગ કરીને બોઅર લોકોમાં મારો રસ્તો સરળ કરી આપ્યો. હં ુ હિં દ આવ્યો અને રૉલેટ ઍક્ટ સામેની ચળવળ ચાલતી હતી તે વખતે તેણે મને લખ્યું કે, તમારે ફાંસી પર નહીં પણ જ ેલમાં જીવનનો અંત આણવો પડશે અને તેનો મને અફસોસ નહીં થાય. તેના પોતાનામાં પણ

પોતાનો દેશ કોઈને અન્યાય કરે એ તેનાથી સહન થતું નહીં. બોઅર યુદ્ધમાં રહેલી મૂર્ખાઈ તેણે જોઈ લીધી હતી. તે માનતી હતી કે ઇંગ્લંડનો પક્ષ સાવ ખોટો હતો. ઇંગ્લંડ જ્યારે આ લડાઈ પાછળ પાગલ બન્યું હતું ત્યારે આ બાઈએ એ લડાઈને સખતમાં સખત શબ્દોમાં વખોડી કાઢી

આવું બલિદાન આપવાની પૂરી શક્તિ હતી. તેને દૃઢ શ્રદ્ધા હતી કે કોઈ પણ આંદોલન તેના હિમાયતીઓના બલિદાન વગર સફળ થતું નથી. ગયે વર્ષે જ તેણે મને લખ્યું હતું કે, હં ુ હમણાં દક્ષિણ આફ્રિકાના હિં દીઓના પક્ષમાં મારા મિત્ર જનરલ હર્ટઝોગ સાથે પત્રવ્યવહાર કરી રહી છુ .ં તે ઉપરાંત તેણે લખ્યું હતું કે, જનરલ હર્ટઝોગ પ્રત્યે તમે કડવા ન થશો અને તેમની પાસેથી શી આશા રાખો છો તે મને જણાવશો. હિં દુસ્તાનની સ્ત્રીઓએ આ મહાન અંગ્રેજ બાઈની સ્મૃતિને કીમતી ગણવી જોઈએ. તેણે લગ્ન નહોતું કર્યું. તેનું જીવન સ્ફટિક જ ેવું સ્વચ્છ હતું. તેણે પોતાનું જીવન ઈશ્વરાર્પણ કર્યું હતું. શરીર તો તેનું સાવ નંખાઈ ગયેલું હતું. તેને લકવો થયો હતો. પણ એ દુર્બળ અને રોગિષ્ઠ શરીરમાં રહે લો આત્મા મોટા લાવલશ્કર સાથેના રાજમહારાજાઓની તાકાતને પડકારી શકતો હતો. માત્ર ઈશ્વર સિવાય તે કોઈ પણ માણસથી ડરતી નહોતી. [મૂળ અંગ્રેજી] यंग इन्डिया, ૧૫–૭–૧૯૨૬ o

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

377


મરહૂમ હકીમસાહે બ : હિંદુમુસલમાન ઐક્ય માટે પ્રાણરૂપ હકીમસાહેબનું વ્યક્તિત્વ અનેકવિધ હતું. તેઓ

ગરીબ તેમ જ તવંગર સૌની સરખી સેવા કરનાર કેવળ હકીમ જ નહોતા. તેઓ તો દરબારી દેશભક્ત હતા. તેઓ રાજામહારાજાઓના દરબારમાં પણ શોભતા, અને આમવર્ગની આલમને જીતવાની પણ તેમનામાં શક્તિ હતી. તેઓ મહાન મુસલમાન હતા, અને તેટલા જ મહાન હિં દી હતા. તેઓ હિં દુ તેમ જ મુસલમાન પર સરખો પ્રેમ રાખતા, અને બદલામાં તેમણે બંનેનાં પ્રેમ અને આદર સંપાદન કર્યાં હતાં. હિં દુમુસલમાન ઐક્ય એમના પ્રાણરૂપ હતું. આપણા કલહોથી તેમના પાછલા દિવસોમાં ખટાશ આવી ગઈ હતી. પણ સ્વદેશ પરની તેમ જ દેશભાઈઓ પરની તેમની શ્રદ્ધા કદી ચળી નહોતી. તેમને વિશ્વાસ હતો કે બંને કોમોને અંતે તો એક થયે જ છૂટકો છે. એવી એમની અચળ શ્રદ્ધા હોવાથી તેમણે ઐક્યનો પ્રયત્ન કદી છોડ્યો નહોતો. તેઓ ઠીક ઠીક વખત સુધી અળગા રહ્યા, છતાં આખરે તો અસહકારીઓની સાથે જ પોતાની કિસ્તી ઝુકાવી હતી અને એમની સૌથી વહાલી અને સૌથી મોટી કૃ તિ — તિબ્બિયા કૉલેજને જોખમમાં ઉતારતાં અચકાયા નહીં. આ કૉલેજ પ્રત્યે એમનો જ ે ગાઢ અનુરાગ હતો તે તો તેમના નિકટ પરિચયમાં આવેલા જ જાણતા હતા. હકીમજીના મૃત્યુથી મેં એક શાણો અને અડગ સાથી ગુમાવ્યો છે, એટલું જ નહીં પણ ભીડની ઘડીએ જ ેના પર હં ુ આધાર રાખી શકત એવો મિત્ર ગુમાવ્યો છે. હિં દુમુસલમાન ઐક્યની બાબતમાં તેઓ હમેશાં મારા દિગ્દર્શક હતા. એમની વિવેકશક્તિ, શાણપણ અને મનુષ્યસ્વભાવની પારખ એવાં હતાં કે ઘણે ભાગે એમના આપેલા નિર્ણયો ખરા નીવડતા. એવો પુરુષ કદી મરતો નથી. તેઓ હવે દેહધારી નથી રહ્યા, છતાં એમનો આત્મા તો હમેશાં આપણી સાથે રહે વાનો જ છે. અત્યારે પણ તે આપણને આપણું કર્તવ્ય એકનિષ્ઠાથી પાર પાડવા સાદ દઈ રહ્યો છે. અને 378

આપણે જ્યાં સુધી સાચું હિં દુમુસલમાન ઐક્ય સાધ્યું નથી, ત્યાં સુધી તેમનું સ્મરણ કાયમ કરવા ગમે તે સ્મારક કરીએ તે અધૂરું જ રહે વાનું. તેમના જીવનકાળમાં આપણે જ ે ૧૮૬૮-૧૯૨૭; ન કરી શક્યા તે એમના જામિયામિલિયા-ઇસ્લામી રાષ્ટ્રીય વિદ્યાપીઠના સ્થાપકોમાંના એક. મરણ દ્વારા કરતાં શીખવાની સન્મતિ પ્રભુ આપણને આપો. પણ હકીમજી કંઈ તરં ગી સ્વપ્નદ્રષ્ટા નહોતા. એ સ્વપ્નને સાચું પાડવા વિશે એમને શ્રદ્ધા હતી. જ ેમ વૈદક વિશેના એમના સ્વપ્નને એમણે તિબ્બિયા કૉલેજ દ્વારા સાચું પાડ્યું, તેમ પોતાના રાજકીય સ્વપ્નને જામિયામિલિયા — ઇસ્લામી રાષ્ટ્રીય વિદ્યાપીઠ દ્વારા — કંઈક અંશે સાચું પાડવાનો તેમનો પ્રયત્ન હતો. આ રાષ્ટ્રીય વિદ્યાપીઠ જ્યારે મરણપ્રાય થઈ ગઈ હતી, ત્યારે તેમણે તે સંસ્થાને અલીગઢથી દિલ્હી લઈ જવાની યોજના લગભગ એકલે હાથે પાર પાડી. પણ એ સ્થાનાંતરથી તેમની ચિંતામાં વધારો થયો. તે પછી કૉલેજની આર્થિક સ્થિરતા માટે તેઓ પોતાને વિશેષ જવાબદાર માનવા લાગ્યા. એને માટે નાણાંની મદદ પોતાના ગજવામાંથી કાઢનાર અથવા અંગત મિત્રો પાસેથી ફાળા રૂપે ભેગી કરનાર મુખ્ય વ્યક્તિ તેઓ જ હતા. એમનું તાત્કાલિક અને અનિવાર્ય સ્મારક તો જામિયાની આર્થિક સ્થિતિને પાકા પાયા પર મૂકીને જ ઊભું કરી શકાય એમ છે. હિં દુ તેમ જ મુસલમાન બંનેનું એમાં સરખું હિત રહે લું છે, અને હોવું જોઈએ. જ ે ચાર રાષ્ટ્રીય વિદ્યાપીઠો હજી જીવવા મથી રહી છે તેમાંની એક એ છે. બીજી ત્રણ તે બિહાર, કાશી અને ગૂજરાત વિદ્યાપીઠ છે. જ્યારે જામિયાની સ્થાપના થઈ ત્યારે હિં દુઓએ એમાં છૂટે [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


હાથે નાણાં આપેલાં. આ મુસલમાન સંસ્થામાં રાષ્ટ્રીય આદર્શને જાગ્રત રાખવામાં આવેલો છે. શ્રી રામચંદ્રને1 પોતાના બાર માસના અનુભવ પરથી લખેલો અને અન્યત્ર આપેલો લેખ2 વાંચી જવાની વાચકને મારી ભલામણ છે. પ્રિન્સિપાલ ઝાકીર હુસેન ઉદાર દૃષ્ટિવાળા અને સાચા રાષ્ટ્રપ્રેમથી ભરે લા પ્રિન્સિપાલ છે. તેમને ઉત્તમ અધ્યાપકમંડળની મદદ છે. એ અધ્યાપકોમાંના કેટલાક પરદેશ ફરી આવેલા છે અને

પરદેશની પદવીઓ ધરાવે છે. સંસ્થા દિલ્હી આવ્યા પછી તેનો વિકાસ થયો છે, અને જો એને સારી મદદ મળે તો એમાંથી ભારે પરિણામો નીપજવાની આશા રહે લી છે. જ ે હિં દુઓ અને મુસલમાનો હકીમસાહે બના સ્મરણને માન આપવા માગતા હોય, જ ેમને અસહકારના રચનાત્મક અંગ પર વિશ્વાસ હોય, અને જ ેમને હિં દુમુસલમાન ઐક્ય વિશે શ્રદ્ધા હોય તેમનાથી અપાય એટલી આર્થિક મદદ આપવાની તેમની ફરજ છે એ વિશે શંકાને અવકાશ નથી. [મૂળ અંગ્રેજી] यंग इन्डिया, ૫–૧–૧૯૨૮ ભાષાંતર: नवजीवन ૮–૧–૧૯૨૮

1. જી. રામચંદ્રન્, જાણીતા ગાંધીવાદી કેળવણીકાર. 2. “જામિયામાં મેં શું જોયું?”, यंग इन्डियाના ૫–૧– ૧૯૨૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલો. o

મગનલાલ ગાંધી : આશ્રમનો પ્રાણ મગનલાલ ખુશાલદાસ ગાંધી અમારા કાકાના એક

પૌત્ર, છેક ૧૯૦૪થી મારા કામમાં મારી સાથે રહે લા હતા. મગનલાલના પિતાએ પોતાના બધા પુત્રોને દેશના હિત અર્થે સમર્પણ કરી દીધા છે. મગનલાલ ગાંધી ૧૯૦૩માં, કંઈક કમાવાને અર્થે મારી સાથે દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. પરં તુ એમણે ભાગ્યે જ એક વર્ષ વસ્તુભંડારનું કાર્ય કર્યું હશે, ત્યાં તેમણે સ્વેચ્છાપૂર્વકની ગરીબીનો એકાએક કરાયેલો મારો સાદ સાંભળ્યો, તેને સ્વીકાર્યો અને ફિનિક્સ આશ્રમની વસાહતમાં જોડાયા; અને એક વાર મારી સાથે જોડાઈ ગયા પછી કદી પણ ડગ્યા નથી કે નિષ્ફળ ગયા નથી. જો તેમણે પોતાની બધી શક્તિ દેશસેવાને સમર્પિત ન કરી હોત, તો તેમની અસંદિગ્ધ શક્તિ અને અવિશ્રાંત ઉદ્યમથી તેઓ અવશ્ય એક મહાન શાહસોદાગર બની શક્યા હોત. છાપખાનામાં મૂકવામાં આવતાં તેમણે બહુ જ સહે લાઈથી અને ઝડપથી મુદ્રણકલાની આંટીઘૂંટીઓ પૂરેપૂરી શીખી લીધી હતી. આ પહે લાં તેમણે કોઈ ઓજાર કે યંત્ર કદી હાથમાં લીધું ન હતું. છતાં એન્જિનરૂમમાં,

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

મશિનરૂમમાં અને કંપોઝિટરના ટેબલ પર એમણે ખૂબ જ કુ શળતા બતાવી. इन्डियन ओपीनियनના ગુજરાતી વિભાગનું સંપાદન તેઓ એટલી જ આસાનીથી ફિનિક્સ કરતા. ૧૮૮૩-૧૯૨૮; ગાંધીજીના નિષ્ઠાવાન સાથી અને ફિનિક્સઆશ્રમની યોજનામાં સાબરમતી આશ્રમના વ્યવસ્થાપક. કુ ટુબ ં પૂરતી ખેતીને પણ સ્થાન હતું. એટલે તેઓ એક સારા ખેડूત પણ થયા. મારો ખ્યાલ છે કે ફિનિક્સની વસાહતમાં સૌથી સારો બગીચો તેમનો જ હતો. એ નોંધવું રસપ્રદ થશે કે यंग इन्डियाનો સૌપ્રથમ અંક અમદાવાદથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો, તેના ઉપર પણ તેમના એ શ્રમની નિશાનીઓ પડેલી છે જ ેની એ વખતે ખૂબ જરૂર હતી. તેમનું શરીર ખડતલ હતું. પોતે જ ે કાર્યને વરે લા હતા, તેને આગળ ધપાવવામાં એ શરીર તેમણે ઘસી 379


નાખ્યું. મારી આધ્યાત્મિક કારકિર્દીનો તેમણે ઝીણવટથી અભ્યાસ કર્યો અને તેને અનુસર્યા. અને મારા સાથીઓ આગળ મેં જ્યારે જીવનના એક નિયમ તરીકે બ્રહ્મચર્યને સત્યની શોધમાં પડેલા પરિણીત લોકો માટે પણ રજૂ કર્યું ત્યારે આ આચારનું સૌન્દર્ય અને તેની આવશ્યકતા સમજીને તેનો સ્વીકાર કરનાર એ પહે લા પુરુષ હતા; અને મને ખ્યાલ છે ત્યાં સુધી આ નિયમપાલન અર્થે તેમને ભયંકર સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું અને તેને માટે તેમને ભારે કિંમત ચૂકવવી પડી, છતાં તેમણે આ નિયમને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યો; અને પોતાના વિચારો પત્ની પર પરાણે ન લાદતાં એ વાત ધૈર્યપૂર્વક તેમને ગળે ઉતારી અને તેમને પણ સાથે લીધાં. સત્યાગ્રહનો પ્રારં ભ થયો ત્યારે પણ તે મોખરે જ હતા. તેમણે દક્ષિણ આફિકામાં રાજદ્વારી હકો માટે જ ે નૈતિક લડાઈ ચાલતી હતી, અને જ ેને મેં બીજા કોઈ સુયોગ્ય શબ્દની ગેરહાજરીમાં — “પૅસિવ રિઝિસ્ટન્સ” — જ ેવા અપૂર્ણ અને ભૂલ ખવડાવનારા શબ્દો વડે ઓળખાવી હતી, તેને માટેનો અર્થપૂર્ણ શબ્દ પણ તેમણે જ શોધી આપ્યો હતો. તે વખતે આ ચળવળનું सदाग्रह નામ — જ ે મેં ફે રવીને सत्याग्रह રાખ્યું હતું — સૂચવવા માટેનાં કારણો આપતો તેમનો સુંદર પત્ર અત્યારે મારી પાસે હોત તો કેવું સારું થાત! તેમણે આ અહિં સક લડતની આખી ફિલસૂફી ક્રમશઃ એવી રીતે સમજાવી કે વાચકને તેમણે પસંદ કરે લા નામની પ્રતીતિ થયા વિના રહે નહીં. મને સ્મરણ છે કે તેમના બધા પત્રવ્યવહારની માફક એ પત્ર ન માની શકાય એટલો ટૂ કં ો અને મુદ્દાસરનો હતો. લડત દરમિયાન તે કદી કામથી થાકતા નહીં, માથે આવેલાં કામને ટાળતા નહીં, અને પોતાની બહાદુરી વડે તેઓ આસપાસના સર્વ સાથીઓને હિં મત અને આશાનો ચેપ લગાડતા. જ્યારે સૌ કોઈ જ ેલમાં ગયા અને જ્યારે મારા પોતાના વ્યક્તિગત દાખલાથી, કારાવાસને સામેથી નોતરવો એ પારિતોષિક રૂપ ગણાતું હતું, ત્યારે તેઓ વધારે જવાબદાર કામ 380

ઉઠાવવા પાછળ રહ્યા. તેમણે તેમનાં પત્નીને બહે નોની મંડળીમાં જોડાવવા માટે મોકલી આપ્યાં. હિં દમાં પાછા ફર્યા પછી જ ે કડક નિયમપાલન સાથે અમે આશ્રમ સ્થાપ્યો તે કડક નિયમપાલન પણ એમને જ આભારી છે. અહીં એમને એક સાવ નવું અને મુશ્કેલ કાર્ય સોંપાયું હતું. એમણે એ સફળ કરી બતાવ્યું. અસ્પૃશ્યતા તેમને માટે ખૂબ જ આકરી કસોટી હતી. એક ક્ષણને માટે જાણે કે એમનું હૃદય પાછુ ં પડ્યું પરં તુ તે માત્ર ક્ષણને માટે જ. તેમણે જોયું કે પ્રેમને સીમા હોતી નથી. અને તેથી જ અસ્પૃશ્યો માટે જો કહે વાતા ઉચ્ચ વર્ણો જ જવાબદાર હોય તો અસ્પૃશ્યો સાથે સમાન ભાવે જીવન જીવવું જરૂરી છે. આશ્રમનો ઉદ્યોગ વિભાગ ફિનિક્સ આશ્રમની પ્રવૃત્તિથી ભિન્ન પ્રકારનો હતો. અહીં તો અમારે નવેસરથી વણવાનું, કાંતવાનું, પીંજવાનું અને કપાસ લોઢવાનું શીખવાનું હતું. આ બધાં કાર્ય માટે ફરીથી મેં મગનલાલ તરફ દૃષ્ટિ દોડાવી. આ કલ્પના મારી હતી પણ એને કાર્યાન્વિત કરનારા હાથ તો તેમના જ હતા. તે વણવાનું શીખ્યા અને રૂમાંથી ખાદી બને તે પહે લાંની બધી પ્રક્રિયાનો પણ તેમણે અભ્યાસ કરી લીધો. એ આજન્મ યંત્રવિદ્ હતા. જ્યારે આશ્રમમાં ડેરીનું કાર્ય શરૂ કરવામાં આવ્યું ત્યારે તેમણે ઉત્સાહપૂર્વક એ કાર્યમાં ઝુકાવ્યું, તેના સાહિત્યનો અભ્યાસ કર્યો, દરે ક ગાયને નામ આપ્યું અને આશ્રમની વસાહતના પ્રત્યેક પશુના તેઓ મિત્ર બની ગયા. અને જ્યારે તેમાં ચર્માલયનો ઉમેરો કરવામાં આવ્યો, ત્યારે તેમણે હિં મતથી એ કામ સ્વીકાર્યું; અને જરાક નિરાંત મળે કે તરત ચામડુ ં કમાવવાના સિદ્ધાંતોનો અભ્યાસ કરવાની એમની ઇચ્છા હતી. રાજકોટની હાઈસ્કૂલની શૈક્ષણિક તાલીમ ઉપરાંત તેઓ પાકા અનુભવની શાળામાં ઘણું શીખ્યા. તેમણે ગામડાંના સુતારો, વણકરો, ખેડૂતો, ભરવાડો અને આવા બીજા સામાન્ય ગ્રામજનો પાસેથી જ્ઞાન મેળવ્યું. ચરખા સંઘના યંત્રવિભાગના તેઓ નિયામક હતા, અને ગુજરાતમાં આવેલા પૂર દરમ્યાન, વલ્લભભાઈએ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


એમને વિઠ્ઠલપુરની નવી નગરવસાહત બાંધવાના કાર્યની જવાબદારી સોંપી હતી. તેઓ એક દૃષ્ટાંતરૂપ પિતા હતા. તેમણે પોતાનાં અત્યાર સુધી અપરિણીત રહે લાં સંતાનો — એક પુત્ર અને બે પુત્રીઓ — ને તેઓ દેશને માટે પોતાની જાત સમર્પી શકે એવું િશક્ષણ આપ્યું. એમનો પુત્ર કેશુ મિકૅ નિકલ એિન્જનિયરિં ગ ક્ષેત્રે ઘણી સારી શક્તિ દર્શાવી રહ્યો છે. એ બધી શક્તિ તેણે પોતાના પિતાની માફક સામાન્ય સુતારો અને લુહારોને કામ કરતા જોઈને પ્રાપ્ત કરી હતી. તેમની સૌથી મોટી અઢાર વર્ષની પુત્રી રાધાએ હમણાં જ બિહારમાં સ્ત્રીઓની સ્વાધીનતાના હિતમાં એક મુશ્કેલ અને નાજુ ક કાર્ય સ્વીકાર્યું છે. અલબત્ત, રાષ્ટ્રીય િશક્ષણ કેવું હોવું જોઈએ તેની સારી એવી સમજ મગનલાલને હતી; અને તેથી આશ્રમના શિક્ષકો સાથે તેની સાચી અને વિવેચનાત્મક ચર્ચા તેઓ વારં વાર કરતા. આ ઉપરથી વાચક એવો ખ્યાલ ન કરે કે તેઓ રાજકારણની કોઈ વાત જાણતા નહોતા. તેઓ જરૂર જાણતા હતા, પરં તુ તેમણે મૂંગી, નિ:સ્વાર્થ રચનાત્મક સેવાનો માર્ચ પસંદ કરી લીધો હતો. તેઓ મારા હાથ, પગ અને આંખ હતાં. દુનિયા ભાગ્યે જ જાણે છે કે મારી કહે વાતી મહત્તાનો આધાર એમના જ ેવા શાંત, નિષ્ઠાવાન, શક્તિશાળી અને નિર્માણ સ્ત્રી તેમ જ પુરુષ કાર્યકર્તાઓના સતત પરિશ્રમ અને સખત કામ પર કેટલો બધો રહે લો છે. અને એ બધામાં મગનલાલ મારે મન મહાનમાં મહાન, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને પવિત્રમાં પવિત્ર પુરુષ હતા. આ લખું છુ ં ત્યાં પોતાના પ્રિયતમના વિયોગથી ઘવાયેલી વિધવાનાં ડૂ સકાં સંભળાય છે. એને બાપડીને શી ખબર હોય કે એના કરતાં મારું વૈધવ્ય આકરું છે! અને ઈશ્વરમાં મને જીવંત શ્રદ્ધા ન હોત, તો જ ે મને મારા પોતાના પુત્રો કરતાં પણ ઘણા વહાલા

મારી આધ્યાત્મિક કારકિર્દીનો તેમણે ઝીણવટથી અભ્યાસ કર્યો અને તેને અનુસર્યા. અને મારા સાથીઓ આગળ મેં જ્યારે જીવનના એક નિયમ તરીકે બ્રહ્મચર્યને સત્યની શોધમાં પડેલા પરિણીત લોકો માટે પણ રજૂ કર્યું ત્યારે આ આચારનું સૌન્દર્ય અને તેની આવશ્યકતા સમજીને તેનો સ્વીકાર કરનાર એ પહેલા પુરુષ હતા

હતા, જ ેમણે મને કદી છેતર્યો નથી કે જ ેમણે મને કદી નિરાશ કર્યો નથી, જ ેઓ ઉદ્યમના અવતાર હતા, અને જ ેઓ આશ્રમનાં ભૌતિક, નૈતિક અને આધ્યાત્મિક પાસાંના સાચા ચોકીદાર હતા તેમને ગુમાવ્યાથી હં ુ લવરીખોર પાગલ બની ગયો હોત. એમનું જીવન મારે માટે પ્રેરણારૂપ બન્યું છે, નૈતિક નિયમની અસરકારકતા અને સર્વોપરિતાનું સ્થાયી નિદર્શન બની ગયું છે. એમણે એમના જ જીવનમાં મને માત્ર થોડાક દિવસોમાં નહીં, થોડાક મહિનાઓમાં નહીં, પરં તુ ચોવીસ વર્ષના લાંબા ગાળા — અફસોસ કે હવે તે ગાળો બહુ ટૂ કં ો લાગે છે — દરમ્યાન મને પ્રત્યક્ષ કરી બતાવ્યું છે કે દેશની સેવા, માનવજાતિની સેવા અને આત્મસાક્ષાત્કાર કે ઈશ્વરનું જ્ઞાન બધા શબ્દો એક જ અર્થ બતાવનારા છે. મગનલાલ મૃત્યુ પામ્યા છે, પરં તુ તેઓ તેમના કાર્ય દ્વારા ચિરં જીવ છે; આશ્રમમાં જનાર કોઈ પણ વ્યક્તિ, એ કાર્યની છાપ, એની ધૂળના કણ કણ ઉપર અંકાયેલી જોઈ શકશે. [મૂળ અંગ્રેજી] यंग इन्डिया, ૨૬–૪–૧૯૨૮ o

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

381


લાલા લજપત રાય : સમાજ અને ધર્મસુધારક ફ્રાંસમાં જ્યારે રાજાનું રાજ્ય હતું ને વખતે કોઈ

રાજા જ્યારે મરતો ત્યારે લોકો પોકારી ઊઠતા : “રાજા મરી ગયો, રાજા ઘણું જીવો.” આ પોકારની પાછળ રહસ્ય હતું. રાજા એટલે રાજ્યસંસ્થા, રાજ્યસત્તા, રાજા તો ઘણા આવે ને જાય, પણ રાજાની સંસ્થા કે સત્તાનો નાશ તો કોઈ દિવસ થશે જ નહીં; રાજા મરતા છતાં રાજ્ય અમર રહે વાનું એવી માન્યતા હતી. રાજા મરે અને લોકો હતાશ થઈ જાય તો રાજ્યમાં અંધાધૂંધી થાય, તંત્ર ભાંગી પડે અને સત્તાને માટે લોકો માંહોમાંહે પડે. રાજા મરો યા જીવો, પણ તંત્ર તો એક ઘડીને સારુ પણ અટકવું ન જોઈએ. જ ેમ રાજા તેમ લાલાજી. રાજાના કરતાં લાલાજી એક અર્થમાં વિશેષ. રાજાનું રાજ્ય દંડની સત્તા પર નિર્ભર હોય છે. ફ્રેંચ રાજાનું તેમ હતું. લોકો મનેકમને તેના દંડના તાબે રહે તા. લાલાજી લાખોના, કહો કે કરોડોના, હૃદયના રાજા હતા. તેમની સત્તા તેમણે સંપાદન કરે લા લોકોના પ્રેમ ઉપર નિર્ભર હતી. તેથી લાલાજી દેહે નાશ પામ્યા છતાં અમર છે. તેમણે રચેલાં તંત્ર તેમની પાછળ રહે શે જ. જ ેની ઝંખના કરતા હતા, જ ેને સારુ તેમણે જીવી જાણ્યું અને મરી જાણ્યું, તે સ્વરાજની ઝંખના પણ રહે શે જ. એટલે રાજાને વિશે કોઈ કહી શકે તેના કરતાં લાલાજીને વિશે આપણે વધારે કહી શકીએ છીએ  : “લાલાજી ગયા; લાલાજી ઘણું જીવો.” હિં દુસ્તાનના આકાશમાં જ્યાં સુધી સૂર્યચંદ્ર ઝળકે છે ત્યાં સુધી લાલાજી જ ેવા મરતાં છતાં અમર છે. હિં દુસ્તાનના વાયુમંડળમાં તેમનાં નામ અને કામ અમર રહે વાનાં જ છે. સ્વદેશપ્રેમ એ લાલાજીને સારુ બાળકની રમત નહોતી. સ્વદેશપ્રેમ એટલે લાલાજીને સારુ સ્વધર્મ. તેમનો દેશપ્રેમ કૂ વાના પાણીની જ ેમ દીવાલની અંદર રૂંધાયેલો નહોતો પણ સમુદ્રની જ ેમ વિશાળ હતો. તેમને દેશ પ્રિય હતો, કેમ કે જગત પ્રિય હતું. તેમને પ્રજા વહાલી હતી, કેમ કે તે બધી પ્રજાનું હિત 382

ચાહનાર હતા. તેથી જ પાશ્ચાત્ય લોકોમાંયે તેમની પ્રતિષ્ઠા હતી. યુરોપ અને અમેરિકામાં તેમના ઘણા મિત્રો હતા. તેઓ લાલાજીને ચાહતા, કેમ કે તેઓ તેમને ઓળખતા. ૧૮૬૫-૧૯૨૮; લાલાજીની પ્રવૃત્તિઓ સ્વાતંત્ર્યસેનાની અને સ્વદેશી આંદોલનના હિમાયતી. અનેક હતી. તેઓ સમાજસુધારક હતા, ધર્મસુધારક હતા. તેઓ રૂઢિના ગુલામ નહોતા, પણ તેના ગુણદોષ તપાસી રૂઢિને વશ વર્તતા, અથવા તેનો ત્યાગ કરતા. આપણામાંના ઘણાઓને જ ેમ કરવું પડ્યું છે તેમ લાલાજીને રાજ્યપ્રકરણમાં અનિચ્છાએ ઝંપલાવવું પડ્યું હતું. લાલાજીના જાહે ર જીવનનો આરં ભ રાજ્યપ્રકરણથી નહીં પણ સમાજસુધારણાથી થયો. પણ તેના આરં ભકાળમાં જ તે જોઈ ગયા. કે જ્યાં લગી દેશ પરતંત્રતાની ધૂંસરીમાંથી ન છૂટે ત્યાં લગી જ ે પ્રકારની સુધારણા તેઓ ઇચ્છતા હતા તે લગભગ અશક્ય હતી. તેમણે જોયું કે જ ેમ મોઢામાં પડેલું ઝેર અંગેઅંગમાં વ્યાપી જાય છે તેમ પરતંત્રતતારૂપી ઝેર પ્રજાતંત્રમાં રગે રગે વ્યાપી જાય છે. જાહે ર જીવનમાં જ ેઓ જરા સરખોયે ભાગ લે છે તેમને આ વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ કયાં નથી? લાલાજી જ ેમ જ ેમ જાહે ર જીવનનો અનુભવ કરતા ગયા તેમ તેમ તેમની પ્રવૃત્તિનો વિસ્તાર વધતો ગયો. દેશના વિકાસને સારુ અનેક પ્રવૃત્તિઓની આવશ્યકતા તેમણે જોઈ. દેશની સેવાના પ્રેમથી તે ઊભરાઈ જતા હતા. તેમણે વિદ્યાની સંસ્થાઓ સ્થાપી; અંત્યજોને સાથ દીધો, તેમની સ્થિતિ સુધારવાને સારુ અનેક પ્રયત્નો કર્યા, અનેક યુક્તિઓ રચી. ગરીબોને મદદ કરવાને સારુ તે હં મેશાં તૈયાર હોય જ. યુવકવર્ગને [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


તે પ્રેમથી નવડાવતા. તેમની પાસે જનાર જુ વાનિયો ખાલી હાથે પાછો ન ફરે . કંઈક ને કંઈક પ્રકારની મદદ તે મેળવે જ. રાજ્યક્ષેત્રમાં લાલાજી વિના ચલાવી જ ન શકાય. જ ે વખતે સૌ ડરતા તે વખતે લાલાજીએ નીડરતાનો પાઠ પ્રજાને ભણાવ્યો. પોતાના મત જાહે ર કરવામાં તેમણે કદી પાછી પાની કરી નથી. અને જ્યારે દેશને સારુ દુઃખ સહન કરવાની પ્રથા નહોતી પડી તે વખતે તેમણે દુઃખ સહન કરવાની પહે લ કરી. લાલાજીનું જીવન અરીસા જ ેવું હતું. તે આખાબોલા હતા, તેથી કેટલીક વાર તેમના મિત્રોની કફોડી સ્થિતિ થતી. પણ જો મિત્રોની સ્થિતિ કફોડી થતી હતી તો તેમના ટીકાકાર કે શત્રુમાં ગભરાટ છૂટતો. પણ લાલાજીની જીભને રોકવા કોણ સમર્થ હતું? હં ુ જાણું છુ ં કે કેટલાક મુસલમાન ભાઈઓ લાલાજીને દુશ્મનરૂપે માનતા. મારો નમ્ર અભિપ્રાય છે કે તેઓ ન મુસલમાનના દુશ્મન હતા ન ઇસ્લામના. હિં દુ ધર્મને તેઓ શુદ્ધ કરવા અને મજબૂત કરવા અવશ્ય ઇચ્છતા. પણ તેનો અર્થ મુસલમાન પ્રત્યે કે ઇસ્લામ પ્રત્યે તિરસ્કાર કદી નહોતો. હિં દુમુસ્લિમ ઐક્ય વધારવા અને સાધવા તેઓ અંતઃકરણપૂર્વક મથતા. તેમને હિં દુ રાજ્ય નહોતું જોઈતું, પણ તેમને હિં દુસ્તાની માત્રના રાજ્યની ન ઓલવી શકાય એટલી ધગશ હતી. જ ેઓ હિં દુસ્તાનને પોતાનો મુલક ગણતા તે બધાને સારુ તે એકસરખાપણું ચાહતા. એટલે જો આપણે એકબીજાનો વિશ્વાસ કરવાનું કામ, એટલે ઐક્ય સાધવાનું કામ, જ ે તેમના જીવતાં ન કરી શક્યા તે હવે તેમના મૃત્યુ પછી કરવાનું શીખી જઈએ તો કેવું સારું ! અને જો આપણે એકબીજાનો ભય છોડી દઈએ તો આ વસ્તુ સહે લી જ છે.

આવા મહાપુરુષના અવસાન પછી તેમના સ્મરણસ્તંભની માગણી થવાની જ છે. તે થવી જોઈશે. તેમની ખરી યાદગીરી તો એ જ છે કે જ ે સ્વરાજની તેમને રાતદહાડો ઝંખના હતી તે સ્વરાજ મેળવવાનો આપણે નિશ્ચય કરી લઈએ. જ ે લેખ તેમના અંતિમ વચનરૂપે નીવડ્યો છે તે આપણે યાદ કરીએ. હિં દુસ્તાનની સ્વતંત્રતા અને તેનું સ્વમાન જાળવવાનો ભાર લાલાજી યુવક વર્ગ ઉપર નાખી ગયા છે. તેમની પાસેથી આશા રાખવાનો તેમને અધિકાર હતો. તેઓ આ ભાર નહીં ઊંચકે? લાલાજીના જ ેવી ઉંમરે પહોંચેલા, જ ેઓ તેમની પાછળ રહ્યા છે તેઓ, લાલાજીની ગાદીને નહીં દીપાવે? નાનામોટા બધા એકસાથે પ્રયત્ન કરે તો જ ે સ્વરાજ લોકમાન્યે શીખવેલા પાછળ પ્રમાણે આપણો જન્મસિદ્ધ હક છે, તે મેળવતાં શી વાર લાગે? આ પ્રસંગે આપણે લાલાજીએ સ્થાપેલા પ્રજા સેવકસમાજને ભૂલી નથી શકતા. તેમની અનેક પ્રવૃત્તિઓ ચલાવવાને અને કાયમ રાખવાને સારુ તેમને અનેક સેવકોની આવશ્યકતા રહે તી, તેથી સાતેક વર્ષ પહે લાં તેમણે મજદૂર સેવકસમાજ સ્થાપી. હિં દસુ ્તાનના પ્રત્યેક વિભાગને આ સંસ્થા વડે ફરી વળવાની તેમની મહત્ત્વાકાંક્ષા હતી. આમાં તેઓ અનેક યુવકોને હોમવા ઇચ્છતા હતા. બધા એકમન થઈને કામ કરતા થઈ જાય એવી ઇચ્છા અને આશાને પોષતાં પોષતાં તેમણે કાયાને નિચોવી નાખી. આ સંસ્થાને મજબૂત કરી નાખવા જ ેટલો વખત વિધાતાએ તેમની પાસે રહે વા ન દીધો, એટલે હવે આ બાલવૃક્ષને પાણી પાઈ ઉછેરવાનો બોજો પ્રજા ઉપર રહે છે. [મૂળ ગુજરાતી] नवजीवन ૨૫–૧૧–૧૯૨૮

એક સત્યવીરની કથા અથવા સૉક્રેટીસનો બચાવ

લેખક : ગાંધીજી, કિંમત : ૧૫.૦૦ “જ ેમ સૉક્રેટીસે અંત સુધી નીતિ જાળવી, અને મોતની ભેટ આશક જ ેમ માશુકને મળે તેમ કરી, તેનું નીતિબળ અમારા વાંચનારને અને અમને પણ પ્રાપ્ત થાય એવું અમે ખુદાની પાસે માગીએ છીએ, ને વાચકો પણ તેમ માગે તેમ ઇચ્છીએ છીએ. સૉક્રેટીસનાં વચન અને તેની રહે ણીનો વારં વાર વિચાર કરવા અમે બધાને સૂચવીએ છીએ.”– ગાંધીજી

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

383


નારાયણ હે મચંદ્ર : ઇંગ્લંડ નિવાસના સાથી આ જ અરસામાં સ્વ. નારાયણ હે મચંદ્ર વિલાયતમાં

આવ્યા હતા. લેખક તરીકે તેમનું નામ મેં સાંભળ્યું હતું. તેમને હં ુ નૅશનલ ઇન્ડિયન ઍસોસિયેશનવાળાં મિસ મૅનિંગને ત્યાં મળ્યો. મિસ મૅનિંગ જાણતાં હતાં કે મને બધાની સાથે ભળતાં નહોતું આવડતું. હં ુ તેમને ત્યાં જતો ત્યારે મૂંગે મોઢે બેઠો રહે તો ; કોઈ બોલાવે તો જ બોલું. તેમણે નારાયણ હે મચંદ્રની ઓળખાણ કરાવી. નારાયણ હે મચંદ્રને અંગ્રેજી નહોતું આવડતું. તેમનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન પહે ર્યું હતું. ઉપર ચોળાઈ ગયેલો, કાંઠલે મેલો, બદામી રં ગનો કોટ હતો. નેકટાઈ કે કૉલર નહોતાં. કોટ પારસી ઘાટનો પણ ડોળ વિનાનો. માથે ફૂમતાંવાળી ઊનની ગૂંથેલી ટોપી હતી. તેમણે લાંબી દાઢી રાખી હતી. કદ એકવડિયું ઠીંગણું કહીએ તો ચાલે. મોં ઉપર શીળીના ડાઘ હતા. ચહે રો ગોળ. નાક નહીં અણીદાર, નહીં ચીબું. દાઢી ઉપર હાથ ફર્યા કરે . બધા ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હે મચંદ્ર વિચિત્ર લાગતા હતા અને બધાથી નોખા પડી જતા હતા. ‘આપનું નામ મેં બહુ સાંભળ્યું છે. આપનાં કંઈ લખાણો પણ વાંચ્યાં છે. આપ મારે ત્યાં આવશો?’ નારાયણ હે મચંદ્રનો સાદ ભાંભરો હતો. તેમણે હસમુખે ચહે રે જવાબ આપ્યોૹ ‘તમે ક્યાં રહો છો?’ ‘સ્ટોર સ્ટ્રીટમાં.’ ‘ત્યારે તો આપણે પડોશી છીએ. મારે અંગ્રેજી શીખવું છે. તમે મને શીખવશો?’ મેં જવાબ આપ્યો, ‘જો આપને કંઈ મદદ દઈ શકું તો હં ુ રાજી થાઉં. મારાથી બનતી મહે નત જરૂર કરીશ. આપ કહે શો તો હં ુ આપને ત્યાં આવીશ.’ ‘ના ના, હં ુ જ તમારે ત્યાં આવીશ. મારી કને પાઠમાળા છે તે હં ુ લેતો આવીશ.’ 384

અમે વખત મુકરર કર્યો. અમારી વચ્ચે ભારે સ્નેહગાંઠ બંધાઈ. નારાયણ હે મચંદ્રને વ્યાકરણ મુદ્દલ નહોતું આવડતું. ‘ઘોડો’ ક્રિયાપદ બને ને ‘દોડવું’ નામ બને. આવા વિનોદી ૧૮૫૫-૧૯૦૪; દાખલા તો મને કેટલાયે લેખક અને ગાંધીજીના ઇંગ્લંડ નિવાસના સાથી. યાદ છે. પણ નારાયણ હે મચંદ્ર મને પી જાય તેવા હતા. મારા અલ્પ વ્યાકરણથી એ કંઈ મોહી જાય તેવા નહોતા. તેમને વ્યાકરણ ન આવડે તેની શરમ તો હતી જ નહીં. ‘હં ુ કંઈ તમારી જ ેમ નિશાળમાં શીખ્યો નથી. મને મારા વિચારો જણાવવામાં વ્યાકરણની જરૂર નથી જણાઈ. જુ ઓ, તમને બંગાળી આવડે છે? મને તો બંગાળી આવડે. હં ુ બંગાળામાં ફર્યો છુ .ં મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરનાં પુસ્તકોનો તરજુ મો તો ગુજરાતી પ્રજાને મેં જ આપ્યો છે ના? મારે તો ઘણી ભાષામાંથી ગુજરાતી પ્રજાને તરજુ મા આપવા છે. તે કરવામાંયે હં ુ શબ્દાર્થને નથી વળગતો. ભાવાર્થ આપું એટલે મને સંતોષ. મારી પછી બીજાઓ ભલે વધારે આપે. હં ુ તો વગર વ્યાકરણે મરાઠી જાણું, હિં દી જાણું, ને હવે અંગ્રેજી જાણતો થવા લાગ્યો. મારે તો શબ્દભંડાર જોઈએ. તમે ન જાણતા કે એકલી અંગ્રેજીથી મને સંતોષ થવાનો છે. મારે તો ફ્રાન્સ જવું છે, ને ફ્રેંચ પણ શીખી લેવું છે. હં ુ જાણું છુ ં કે ફ્રેંચ સાહિત્ય બહોળું છે. બનશે તો જર્મની પણ જઈશ ને જર્મન શીખી લઈશ.’ આમ નારાયણ હે મચંદ્રની ધારા ચાલતી જ રહી. ભાષાઓ જાણવાનો ને મુસાફરી કરવાનો તેમનો લોભ અપાર હતો. ‘ત્યારે તમે અમેરિકા તો જવાના જ.’ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


‘જરૂર, એ નવી દુનિયા જોયા વિના હં ુ પાછો જાઉં કે?’ ‘પણ તમારી પાસે એટલા બધા પૈસા ક્યાં છે?’ ‘મારે પૈસાનું શું કામ? મારે ક્યાં તમારા જ ેવી ટાપટીપ કરવી છે? મારે ખાવું કેટલું ને પહે રવું કેટલું? મારાં પુસ્તકોમાંથી મને કંઈક મળે છે તે અને થોડુ ં મિત્રો આપે તે બસ થઈ જાય. હં ુ તો બધે ત્રીજા વર્ગમાં જ જનારો રહ્યો. અમેરિકા ડેકમાં જઈશ.’ નારાયણ હે મચંદ્રની સાદાઈ તો તેમની પોતાની જ હતી. તેમની નિખાલસતા પણ તેટલી જ હતી. અભિમાનનું નામ નહોતું. પોતાની લેખક તરીકેની શક્તિ વિશે જોઈએ તેના કરતાં પણ વધારે વિશ્વાસ હતો. અમે રોજ મળતા. અમારી વચ્ચે વિચાર તેમ જ આચારનું સામ્ય ઠીક હતું. બંને અન્નાહાર કરનારા હતા. બપોરના ઘણી વેળા સાથે જમીએ. આ મારો અઠવાડિયાના સત્તર શિલિંગમાં રહે વાનો ને સ્વયંપાક કરવાનો કાળ હતો. હં ુ કોઈ વેળા તેમની કોટડીએ જાઉં. તે કોઈ વેળા મારી કોટડીએ આવે. હં ુ અંગ્રેજી ઢબની રસોઈ કરું . તેમને દેશી ઢબ વિના સંતોષ ન જ વળે. દાળ જોઈએ જ. હં ુ ગાજર ઇત્યાદિનો સૂપ બનાવું તેથી મારી દયા ખાય. તેમણે મગ ક્યાંકથી શોધી કાઢ્યા હતા. એક દિવસે મારે સારુ મગ રાંધીને લાવ્યા ને મેં અત્યંત સ્વાદથી ખાધા. પછી તો અમારે આવી આપ-લે કરવાનો વહે વાર વધ્યો. હં ુ મારી વાનગી તેમને ચખાડુ ં ને તે મને પોતાની ચખાડે. આ સમયે કાર્ડિનલ મૅનિંગનું નામ સહુને મુખે હતું. ગોદીના મજૂ રોની હડતાળ હતી. જૉન બર્ન્સ અને કાર્ડિનલ મૅનિંગના પ્રયત્નથી હડતાળ વહે લી બંધ થઈ. કાર્ડિનલ મૅનિંગની સાદાઈ વિશે ડિઝરાયેલીએ લખ્યું હતું તે મેં નારાયણ હે મચંદ્રને સંભળાવ્યું. ુ ને મળવું જોઈએ.’ ‘ત્યારે મારે તો એ સાધુપરુષ ‘એ તો બહુ મોટા માણસ રહ્યા. તમને કેમ મળશે?’ ‘હં ુ બતાવું તેમ. તમારે મારે નામે કાગળ લખવો. હં ુ લેખક છુ ં એવી ઓળખાણ આપજો. તેમના પરોપકારી કાર્યનામ ધન્યવાદ જાતે આપવા મારે

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

હું કોઈ વેળા તેમની કોટડીએ જાઉં. તે કોઈ વેળા મારી કોટડીએ આવે. હું અંગ્રેજી ઢબની રસોઈ કરું. તેમને દેશી ઢબ વિના સંતોષ ન જ વળે. દાળ જોઈએ જ. હું ગાજર ઇત્યાદિનો સૂપ બનાવું તેથી મારી દયા ખાય. તેમણે મગ ક્યાંકથી શોધી કાઢ્યા હતા. એક દિવસે મારે સારુ મગ રાંધીને લાવ્યા ને મેં અત્યંત સ્વાદથી ખાધા

મળવું છે એમ લખજો. ને એમ પણ લખજો કે, મને અંગ્રેજી વાત કરતાં ન આવડે તેથી મારે તમને દુભાષિયા તરીકે લઈ જવા પડશે.’ મેં એવા પ્રકારનો કાગળ લખ્યો. કાર્ડિનલ મૅનિંગનો જવાબ બે-ત્રણ દહાડામાં એક પત્તામાં આવ્યો. તેમણે મળવાનો સમય આપ્યો. અમે બંને ગયા. મેં તો દસ્તૂર મુજબ મુલાકાતી કપડાં પહે ર્યાં. નારાયણ હે મચંદ્ર તો જ ેવા હતા તેવા જૹ એ જ કોટ ને એ જ પાટલૂન. મેં વિનોદ કર્યો. તેમણે મને હસી કાઢ્યો ને બોલ્યાૹ ‘તમે સુધરે લા બધા બીકણ છો. મહાપુરુષો કોઈના પોશાક સામું નથી જોતા. તેઓ તો તેના હૃદયને તપાસે છે.’ અમે કાર્ડિનલના મહે લમાં પ્રવેશ કર્યો. મકાન મહે લ જ હતું. અમે બેઠા કે તુરત એક સુકલકડી, બુઢ્ઢા, ઊંચા પુરુષે પ્રવેશ કર્યો. અમારી બંનેની સાથે હાથ મેળવ્યા. નારાયણ હે મચંદ્રને આવકાર દીધો. ‘મારે આપનો વખત નથી લેવો. મેં તો આપને વિશે સાંભળ્યું હતું. આપે હડતાળમાં જ ે કામ કર્યું તેને સારુ આપનો ઉપકાર માનવો હતો. દુનિયાના સાધુપુરુષોનાં દર્શન કરવાનો મેં રિવાજ રાખ્યો છે. 385


તેથી આપને મેં આટલી તસ્દી આપી.’ આ વાક્યોનો તરજુ મો કરી દેવાનું મને નારાયણ હે મચંદ્રે ફરમાવ્યું. ‘તમે આવ્યા તેથી હં ુ રાજી થયો. હં ુ ઉમેદ રાખું છુ ં કે તમને અહીંનો વસવાટ અનુકૂળ આવશે, ને અહીંના લોકોની તમે ઓળખાણ કરશો. ઈશ્વર તમારું ભલું કરો.’ આમ કાર્ડિનલ બોલ્યા ને ઊભા થયા. એક વેળા નારાયણ હે મચંદ્ર મારે ત્યાં ધોતિયું ને પહે રણ પહે રીને આવ્યા. ભલી ઘરધણિયાણીએ બાર ઉઘાડ્યાં ને બીની. મારી પાસે આવી (મારાં ઘર તો હં ુ બદલ્યા જ કરતો એ વાંચનારને યાદ હશે), ને બોલીૹ ‘કોઈ ગાંડા જ ેવો માણસ તમને મળવા માગે છે.’ હં ુ દરવાજ ે ગયો ને નારાયણ હે મચંદ્રને જોયા. હં ુ આભો જ બની ગયો. તેમના મુખ ઉપર રોજના હાસ્ય સિવાય કંઈ જ ન મળે. ‘પણ તમને છોકરાંઓએ કનડગત ન કરી?’

‘મારી પાછળ દોડતાં હતાં. મેં કંઈ ધ્યાન ન આપ્યું એટલે તેઓ શાંત થઈ ગયાં,’ મને જવાબ મળ્યો. નારાયણ હે મચંદ્ર થોડા માસ વિલાયતમાં રહી પારીસ ગયા. ત્યાં ફ્રેંચ અભ્યાસ આદર્યો, ને ફ્રેંચ પુસ્તકોના તરજુ મા શરૂ કર્યા. તેમનો તરજુ મો તપાસવા પૂરતું ફ્રેંચ મને આવડતું હતું, તેથી તે જોઈ જવા કહ્યું. મેં જોયું કે તે તરજુ મો નહોતો પણ કેવળ ભાવાર્થ હતો. છેવટે, તેમણે અમેરિકા જવાનો પોતાનો નિશ્ચય પાર પાડ્યો. મુસીબતે ડેકની કે ત્રીજા વર્ગની ટિકિટ મેળવી શક્યા હતા. અમેરિકામાં તેમને ધોતિયું-પહે રણ પહે રીને નીકળ્યાને સારુ ‘અસભ્ય પોશાક પહે ર્યા’ના તહોમત ઉપર પકડવામાં આવ્યા હતા. મારું સ્મરણ એવું છે કે પાછળથી તે છૂટી ગયા હતા. [‘આત્મકથા’માંથી] o

રાયચંદભાઈ : શુદ્ધ જ્ઞાની દાક્તર [પ્રાણજીવન] મહે તાએ જ ે ઓળખાણો તેમને

ઘેર કરાવી તેમાંની એક નોંધ્યા વિના ન જ ચાલે. તેમના ભાઈ રે વાશંકર જગજીવનની સાથે તો જન્મની ગાંઠ બંધાઈ. પણ હં ુ જ ેમની વાત કરવા ઇચ્છું છુ ં તે તો કવિ રાયચંદ અથવા રાજચંદ્રની. દાક્તરના મોટા ભાઈના તે જમાઈ હતા ને રે વાશંકર જગજીવનની પેઢીના ભાગીદાર ને કર્તાહર્તા હતા. તેમની ઉંમર તે વેળા ૨૫ વર્ષ ઉપરની નહોતી. છતાં તે ચારિત્રવાન અને જ્ઞાની હતા એ તો હં ુ પહે લી જ મુલાકાતે જોઈ શક્યો. તે શતાવધાની ગણાતા હતા. શતાવધાની વાનગી જોવા દા. મહે તાએ મને સૂચવ્યું. મેં મારા ભાષાજ્ઞાનનો ભંડોળ ખાલી કર્યો ને કવિએ મેં કહે લા શબ્દો જ ે નિયમમાં કહ્યા હતા તે જ નિયમમાં કહી સંભળાવ્યા! આ શક્તિની મને અદેખાઈ થઈ પણ હં ુ તે ઉપર મુગ્ધ ન થયો. જ ેના ઉપર હં ુ મુગ્ધ થયો તે

386

વસ્તુનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયુંૹ હસતાં રમતાં પ્રગટ મારું જીવ્યું સફળ મુક્તાનંદનો નાથ ઓધા જીવનદોરી

૧૮૬૭-૧૯૦૧; ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક.

હરિ દેખું તવ લેખું વિહારી અમારી

રે , રે ; રે , રે .

એ મુક્તાનંદનું વચન તેમને મોઢે તો હતું જ, પણ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


તે તેમના હૃદયમાંયે અંકિત હતું. પોતે હજારોના વેપાર ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા. પણ એ વસ્તુ તેમનો વિષય નહોતી. તેમનો વિષય — તેમનો પુરુષાર્થ તો આત્મઓળખ — હરિદર્શન — હતો. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કોઈ ને કોઈ ધર્મપુસ્તક અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મપુસ્તક ઊઘડે અથવા પેલી નોંધપોથી ઊઘડે. તેમના લેખોનો જ ે સંગ્રહ પ્રગટ થયો છે તેમાંનો ઘણો ભાગ તો આ નોંધપોથીમાંથી લેવાયેલો છે. જ ે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને કશો સ્વાર્થ નહોતો. તેમના અતિ નિકટ સંબંધમાં હં ુ રહ્યો છુ .ં હં ુ તે વેળા ભિખારી બારિસ્ટર હતો. પણ જ્યારે હં ુ તેમની દુકાને પહોંચું ત્યારે મારી સાથે ધર્મવાર્તા સિવાય બીજી વાર્તા ન જ કરે . આ વેળા જોકે મેં મારી દિશા જોઈ નહોતી, મને સામાન્ય રીતે ધર્મવાર્તામાં રસ હતો એમ ન કહી શકાય, છતાં રાયચંદભાઈની ધર્મવાર્તામાં મને રસ આવતો. ઘણા ધર્માચાર્યોના પ્રસંગમાં હં ુ ત્યાર પછી આવ્યો છુ ,ં દરે ક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જ ે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચનો મને સોંસરાં ઊતરી જતાં. તેમની બુદ્ધિને વિશે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિશે તેટલું જ હતું. ને તેથી હં ુ જાણતો હતો કે તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહે શે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હં ુ તેમનો આશ્રય લેતો.

મને સામાન્ય રીતે ધર્મવાર્તામાં રસ હતો એમ ન કહી શકાય, છતાં રાયચંદભાઈની ધર્મવાર્તામાં મને રસ આવતો. ઘણા ધર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું, દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચનો મને સોંસરાં ઊતરી જતાં

રાયચંદભાઈને વિશે મારો આટલો આદર છતાં, તેમને હં ુ મારા ધર્મગુરુ તરીકે મારા હૃદયમાં સ્થાન ન આપી શક્યો. મારી એ શોધ આજ પણ ચાલુ   છ.ે હિં દુ ધર્મે ગુરુપદને જ ે મહત્ત્વ આપ્યું છે તેને હં ુ માનનારો છુ .ં ગુરુ વિના જ્ઞાન ન હોય એ વાક્ય ઘણે અંશે સાચું છે. અક્ષરજ્ઞાન આપનાર અપૂર્ણ શિક્ષકથી ચલાવી લેવાય, પણ આત્મદર્શન કરાવનાર અપૂર્ણ શિક્ષકથી ન જ ચલાવાય. ગુરુપદ તો સંપૂર્ણ જ્ઞાનીને જ અપાય. ગુરુની શોધમાં જ સફળતા રહે લી છે, કેમ કે શિષ્યની યોગ્યતા પ્રમાણે જ ગુરુ મળે છે. યોગ્યતાપ્રાપ્તિને સારુ સંપર્ણ ૂ પ્રયત્નનો દરે ક સાધકને અધિકાર છે, એ તેનો અર્થ છે. એ પ્રયત્નનું ફળ ઈશ્વરાધીન છે. અહીં તો એટલું કહે વું બસ થશે કે, મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છેૹ રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના વૈકુંઠ તારા હૃદયમાં છે નામના પુસ્તકથી, ને રસ્કિને અનટુ ધિસ લાસ્ટ — સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો. [‘આત્મકથા’માંથી] o

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

387


અલ્‌લરુ ી શ્રી રામ રાજુ : એક આંધ્રવીર આંધ્રની મુસાફરી દરમિયાન આંધ્રના એક નવયુવકની

છબી મને ભેટ આપવામાં આવી હતી. તે અલ્લુરી શ્રી રામ રાજુ ની હતી. તે વખતે મને તેમના જીવન વિશે કશી ખબર નહોતી. તપાસ કરતાં તેમની બહાદુરીના અનેક અતિશય રસિક અને સૂચક કિસ્સાઓ મારા સાંભળવામાં આવ્યા. આ બધી વીરતા અને પ્રતિભા મને ઊંધે માર્ગે લાગી છતાં હં ુ તે ઉપર મુગ્ધ થયો, અને તેમના જીવનની સપ્રમાણ કથાની મેં માગણી કરી. का�ग्रेस નામના તેલુગુ છાપાના અધિપતિ શ્રી અન્નપૂણયાએ તે હમણાં મને મોકલી છે. હં ુ તે ટૂ કં ાવીને અહીં આપું છુ .ં સશસ્ત્ર બંડને હં ુ ટેકો ન આપી શકું, તેની સાથે મારી સહાનુભૂતિ ન હોઈ શકે, છતાં શ્રી રામ રાજ જ ેવા યુવકરત્નને તેમની વીરતા, આત્મત્યાગ, ખાનદાની અને જીવનની સાદાઈને માટે વંદન કર્યા વિના નહીં રહી શકું. જો એમની જીવનકથામાં વર્ણવાયેલી વાતો સાચી હોય તો તેમને ફિતૂરી ન કહી શકાય, એક સુભટ વીર તરીકે જ તેમની ગણના થાય. આપણા દેશના નવયુવકો શ્રી રામ રાજુ જ ેવાં હિં મત, ઉત્સાહ, દેશભક્તિ અને કાર્યદક્ષતા કેળવે ને સ્વરાજ્યને સારુ શુદ્ધ સત્યાગ્રહની લડતમાં તેમની ઉપયોગ કરે તો કેવું સારું ! મને તો દિવસેદિવસે દીવા જ ેવું સ્પષ્ટ થતું જાય છે કે આપણા શિક્ષિત મધ્યમ વર્ગે પોતાના સ્વાર્થને લીધે જ ે વિશાળ સાધારણ વર્ગની જનતાને દબાયેલી સ્થિતિમાં રાખી છે તેનામાં જો આપણે ખરી જાગૃતિ લાવવી હોય અને તેનો ખરો ઉદ્ધાર કરવો હોય તો તેને સારુ સત્ય અને અહિં સા એ જ એકમાત્ર સાધન છે. આપણા જ ેવી કરોડોની જનસંખ્યાવાળી પ્રજાને બીજા કોઈ ઉપાયની જરૂર હોય જ નહીં. અલ્લુરી શ્રી રામ રાજુ ના નાનપણ વિશે વધારે હકીકત મળતી નથી. પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં મોગાલુ નામના ગામમાં, એક પ્રતિષ્ઠિત ક્ષત્રિય કુ ટુબ ં માં તેમનો જન્મ થયો હતો... આંધ્રમાં કેટલીયે નિશાળોની 388

તેમણે મુલાકાત લીધી હતી, પણ પાંચમા ધોરણથી તે આગળ વધી શક્યા નહોતા. ભણવામાં તેમણે કદી તેજસ્વિતા બતાવી જણાઈ નથી. તે સારા ગવૈયા અને ઊગતા કવિ હતા. ૧૮૯૮-૧૯૨૪; આંધ્ર પ્રદેશના ક્રાંતિકારી અસહકારના સ્વાતંત્ર્યસેનાની. આંદોલન તરફ તેમની બ્રિટિશ વિરુદ્ધ જંગ છેડનાર. ખાસ સહાનુભતિ ૂ હોવાનું જાણવામાં આવ્યું નથી. શસ્ત્રબળમાં તેમની શ્રદ્ધા તેમણે અનેક વાર પ્રગટ કરી હતી. અને ત્યાર પછી તેમના જીવનથી પણ એ જ વાત સિદ્ધ થાય છે. પણ અસહકારની પ્રવૃત્તિને એક પ્રયોગ તરીકે અજમાયશ આપવી જોઈએ એમ માનીને અસહકારના દિવસોમાં તે ચૂપ રહ્યા. દારૂ અને અદાલતોના બહિષ્કારવાળો ભાગ તેમને પસંદ હતો. અને ગોદાવરી તથા વિઝાગાપટ્ટમ જિલ્લાઓમાં તેમ જ એજન્સી ઇલાકામાં તેમણે ઉત્સાહપૂર્વક દારૂનિષેધની પ્રવૃત્તિ ઉપાડી લીધી. એમની ભક્તિ અને એમના શુદ્ધ જીવનને લીધે ટોળાબંધ લોકો એમની તરફ આકર્ષાવા લાગ્યા. એજન્સી ઇલાકાના લોકોને માટે તો એમનો બોલમાત્ર શાસ્ત્રવચન હતુ.ં આ સરળ સ્વભાવના લોકોનાં હૃદય ઉપર એમના લાગણીભર્યાં ઉદ્ગારોએ જાદુઈ અસર કરી. મદ્યપાનનિષેધ અને કોર્ટોના બહિષ્કારનો એમનો સંદશ ે દાવાનળની જ ેમ ગામેગામ પ્રસરી ગયો. અને આખા એજન્સી ઇલાકામાં એકેએક જણે એમની હાકલ સાંભળી કમર કસી. અહીંની પ્રજામાં એક નવી જાગૃતિ આવી ગઈ. ટોળાબંધ લોકોએ દારૂ ન પીવાનાં વ્રતો લીધાં, અને કોર્ટો સૂની પડી ગઈ. ગામમાં અનેક પંચાયતો સ્થાપવામાં આવી, અને તે દ્વારા ન્યાય અપાવા લાગ્યો. કહે વાય છે કે રાજુ પોતે નિયમિત રીતે ખાદી [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


પહે રતા અને ફિતૂરી કેસોમાં અપાયેલી જુ બાની ઉપરથી જણાય છે કે રાજુ પોતાના સિપાઈઓને માત્ર ખાદીના જ પોશાકો આપતા હતા. તૂણીના અસહકારી ખાદીકાર્યકર્તા શ્રી રલાપલ્લી કાસન્ના ઉપર શ્રી રામ રાજુ ની સેનાને પોશાક માટે ખાદી આપવાને કારણે કેસ પણ ચલાવવામાં આવ્યો હતો. રામ રાજુ નો ઉતારો શ્રીરામના મંદિરમાં હતો. ત્યાં તે તપ કરતા હતા. લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે રોજ ત્યાં જતા, અને એમનાં વચનામૃત સાંભળી ભાવભીના થતા. એમનો સંદશ ે ો ભક્તિ અને અધ્યાત્મનો હતો, પણ દૂધમાં સાકરની જ ેમ તેમાં દેશભક્તિનો રસ પણ વ્યાપેલો હતો. આ અમૃતરસ લૂટં વા લોકો તૂટી પડ્યા. પરિણામે આ પચીસ વરન્ષ ા નવયુવક સંન્યાસીના ઉપદેશથી આ અભણ કોયા લોકોમાં મોટી ક્રાંતિ આવી.. સરકારને આની ગંધ આવી ગઈ... કહે વાય છે કે મુસલમાન ડેપ્યુટી કલેક્ટર અને તપસ્વી રાજु મળ્યા હતા, પણ મુલાકાતમાં થયેલી વાતચીત બાબત કોઈને ચોક્કસ ખબર નથી. પરિણામે ડેપ્યુટી કલેક્ટરે રાજુ ને ત્રીસ એકર જમીન અને ખેતીને અંગને ી ખાસ સગવડો આપવાની મદ્રાસ સરકારને ભલામણ કરી. જમીન રાજુ ને આપવામાં આવી પણ ખરી. દેશભક્તનું ખેડૂતમાં પરિવર્તન કરવાની આ એક સરકારી યુક્તિ હતી. પણ દેશભક્ત તે દેશભક્ત જ રહ્યા. લૂંટારાની જ ેમ કબજો કરીને બેઠલ ે ી પરદેશી સત્તાના હાથમાંથી આખા હિં દુસ્તાનને છોડાવવાનો એમનો આદર્શ હતો. માત્ર ત્રીસ એકરથી એમને સંતોષ વળે એમ નહોતું. એમણે ગીતાનો અભ્યાસ કર્યો હતો અને પોતાનો સ્વધર્મ તે સમજી ગયા હતા. સ્વતંત્ર હિં દુસ્તાનનો ચિતાર એમની આંખ આગળ તરતો હતો. અને તે હે તુથી એમણે મૂંગેમૂંગે પોતાનું કામ શરૂ કર્યું. એજન્સી ઇલાકાની પરિસ્થિતિ અનુકૂળ હતી. દેશને માટે તેનો તેમણે પૂરેપૂરો ઉપયોગ કર્યો. એજન્સીમાં ગુડમે તાલુકામાં તેમણે પોતાની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું. એજન્સીમાં દેશની સાધારણ શાસનપ્રણાલી નથી ચાલતી. સન્તાલ પરગણાની પરિભાષામાં અહીં ‘જબરદસ્ત’ શાસનપ્રણાલી ચાલે છે. અહીં એક

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

તહસીલદાર હતો. રોડ કોન્ટ્રાક્ટર પણ તે હતો, એટલે સડકો તૈયાર કરાવવાનો ઇજારો તેનો હતો. ઘાતકીપણામાં તે ડાયરને પહોંચે એવો હતો. વળી સરકારે ઘડેલા જંગલને લગતા કાયદા ઓછા ઘાતકી નહોતા. કોયા લોકોના જન્મસિદ્ધ હક છીનવી લેવામાં આવ્યા હતા. રસોઈને સારુ જંગલમાંથી તેઓ પહે લાંની જ ેમ એક પણ ઝાડ કાપી નહીં શકતા, ચરવાને સારુ જંગલમાં ઢોર છૂટાં મૂકી નહીં શકતા. એટલે આખો એજન્સીનો ઇલાકો અસંતોષથી ઊકળી રહ્યો હતો. રાજુ ને આ સરસ ક્ષેત્ર મળ્યું... અને સ્વરાજ્યના આંદોલનને ખૂબ ઉત્તેજન મળ્યું. રાજુ એજન્સીમાં એટલા બધા લોકપ્રિય હતા કે સરકારની અનેક પ્રકારની દમનનીતિ છતાં લોકોએ એમને વિશે કોઈ પણ પ્રકારની ખબર સરકારને ન આપી... આખા યુદ્ધમાં છ ઝપાઝપી થઈ હતી. એમાંથી પાંચમાં રાજુ ની મોટી જીત થઈ. છઠ્ઠી ઝપાઝપી વખતે સરકારે મલબાર અને આસામથી ખાસ ફોજની ટુકડીઓ મગાવી હતી. ભારે યુદ્ધ થયું... એક વાર રાજુ સૂતા હતા તે વખતે દુશ્મન ઓચિંતા આવી ચડ્યા, પણ રાજુ બહાદુરીથી દુશ્મનનો મુકાબલો કરી સાવ બચી ગયા. છેલ્લી લડતમાં પણ રાજુ ઉપર ઓચિંતો હુમલો થયો હતો. આ વખતે રાજુ ની હાર થઈ કહે વામાં આવે છે. લોકવાયકા ચાલે છે કે એજન્સીના ઇલાકાના લોકો ઉપર સરકાર તરફથી પાર વિનાની અનીતિ ચલાવવામાં આવી છે, સરકારી લશ્કરને સારુ ખાવાપીવાની સામગ્રી મેળવવાને માટે જાતજાતના અત્યાચાર કરવામાં આવે છે અને લોકોને આકરા દંડ કરવામાં આવ્યા છે એ સાંભળી રાજુ અતિશય મૂઝાયા, અને તેમની હારનું કેટલેક અંશે આ પણ એક કારણ હતું... રાજુ પકડાયા કે ગોળીથી ઠાર થયા, હમણાં તે જીવે છે કે મરી ગયા, આ પ્રશ્નો ઊભા થાય છે... રાજુ ના અંત બાબતના કોયડાનો ઉકેલ ન થઈ શકે એવો છે. [મૂળ અંગ્રેજી] यंग इन्डिया, ૧૮-૭-૧૯૨૯ ભાષાંતર: नवजीवन, ૨૧-૭-૧૯૨૯ 389


ઇમામસાહે બ૧ : મક્કમ સત્યાગ્રહી ઇમામસાહેબની પહે લી1 મુલાકાત મને ૧૯૦૨ની

સાલમાં હં ુ જ્યારે પાછો દક્ષિણ આફ્રિકા ગયો ત્યારે થઈ કહે વાય. તેના પહે લાં અમે મળ્યા હતા એમ ઇમામસાહે બ મને કહે તા, પણ મને તેનું કંઈ સ્મરણ નથી. જ્યારે મેં જોહાનિસબર્ગમાં વકીલાત શરૂ કરી ત્યારે તે અસીલોની સાથે આવતા. ત્યારે તેમની છટા ઓર જ હતી. પોશાક અંગ્રેજી પહે રતા; માથે તુર્કી ટોપી. ઇમામસાહે બની ચતુરાઈ હં ુ તુરત ઓળખી ગયો. પણ બીજી રીતે મારી ઉપર તુરત સરસ છાપ ન પડી. મને તે બહુ જિદ્દી લાગેલા, પણ જ ેમ જ ેમ હં ુ તેમને વધારે ઓળખતો ગયો તેમ તેમ તે મને ગમતા ગયા. જ ેમ જ ેમ અનુભવ થતો ગયો તેમ તેમ હં ુ જોતો ગયો કે જ ેને હં ુ જિદ્દ માનતો તે જિદ્દ નહોતી પણ પ્રત્યેક વસ્તુ પૂરેપૂરી સમજવાનો તેમનો આગ્રહ હતો. અમુક વસ્તુ વિશે પોતે અભિપ્રાય ધરાવ્યો હોય એ જ્યાં લગી તેમની બુદ્ધિ કબૂલ ન કરે ત્યાં લગી તે છોડે નહીં. પોતે વકીલ નહીં તેથી વકીલને લગતા બધા સવાલોમાં વકીલ કહે એ વેદવાક્ય છે એમ તે માની બેસે જ નહીં, પણ વકીલની સાથે વકીલના ક્ષેત્રમાં પણ વાદવિવાદમાં ઊતરે . પોતે નિરક્ષર હોવા છતાં ઇમામસાહે બને પોતાની બુદ્ધિ વિશે વિશ્વાસ હતો. વળી ઇમામસાહે બ સ્વમાનને વિશે અક્કડ હતા, એટલે કોઈનાથી અંજાઈ ન જતાં પોતાના પક્ષને દૃઢતાથી વળગી રહે વાની ઇમામસાહે બમાં ભારે શક્તિ હતી એ હં ુ તુરત જોઈ શક્યો. પહે લાં તો ઇમામસાહે બ મારી પાસે અસીલોની વતી તેમનો કેસ સમજાવવાને આવતા; પણ દુનિયામાં ચાલતી વસ્તુઓમાં તે રસ લેતા એટલે મને એની ચર્ચામાં ઉતારે . દક્ષિણ આફ્રિકામાં આપણા લોકોની ઉપર પડતાં દુઃખો વિશે થતી સભા વગેરેમાં તે ભાગ લેતા. ઘણી બાબતમાં મને સાથ દેતા, પણ જયાં મારી 1. અબદુલ કાદર બાવાઝીર

390

વાત એમને પસંદ ન પડે ત્યાં જાહે રમાં પણ મારો વિરોધ કરતાં તે મુદ્દલ અચકાતા નહીં. પણ આમ ધીમે ધીમે ઇમામસાહે બ મારી તરફ ખેંચાતા ગયા, અને જ્યારે સત્યાગ્રહ ગાંધીજીના મિત્ર અને શરૂ થયો ત્યારે એ આજીવન સાથી પહાડરૂપ નીવડ્યા. કોઈ પડયા, ઘણા નબળા થયા, કેટલાકે સખત વિરોધ કર્યો, પણ ઇમામસાહે બ કોઈ વખતે ડગ્યા હોય એવું મને સ્મરણ જ નથી. પહે લી જ ેલ એમને મળી ત્યારે કોઈને આશા નહોતી કે ઇમામસાહે બ ટકી શકે. પહે લી જ ેલ તો થોડા દહાડાની જ હતી. પણ ઘણાએ, તેમના પ્રત્યે માન રાખતા હતા તેવાએ પણ મને કહ્યું, 'ઇમામસાહે બ ફરી જ ેલમાં ન જઈ શકે. એ બહુ નાજુ ક છે, શોખી છે, અને હાજતોવાળા છે.' આ વાત ઘણે ભાગે સાચી પણ હતી. એમ છતાં ઇમામસાહે બ નબળા ન જ પડ્યા, અને જ ે સાદા જ ેવા ગણાતા હતા એવાને પડી જતા પણ મેં જોયા. ઇમામસાહે બમાં ત્યાગ કરવાની શક્તિનું પ્રમાણ બહુ મોટુ ં હતું. અને જોકે અમુક વસ્તુનો નિશ્ચય કરતાં પહે લાં તે બહુ વિચાર કરે , પણ નિશ્ચય કર્યા પછી તેને વળગી રહે વાની તેમની શક્તિ અદ્ભુત હતી. જ્યારે ઇમામસાહે બે સત્યાગ્રહમાં ઝંપલાવ્યું! ત્યારે તેમના સ્વપ્નમાંયે નહોતું કે તેમને પોતાનું ઘરબાર તોડવું પડે અને ફકીરી લેવી પડે. પણ જ્યારે તેમણે જોયું કે સત્યાગ્રહમાં મક્કમ રહે વું હોય તો ઘરબારનો મોહ છોડવો પડશે, ત્યારે તે એમણે એક ક્ષણમાં છોડી દીધો એમ કહી શકાય. ઇમામસાહે બને સારુ આ જ ેવીતેવી વાત નહોતી. ...પણ ઇમામસાહે બની ત્યાગશક્તિની હજી વધારે [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કઠણ પરીક્ષા થવાની હતી. ઇમામસાહે બ ફરી પાછા તો કેટલીક વેળા જ ેલ ગયા હતા અને ત્યાં આદર્શ કેદી તરીકે રહે તા હતા. પણ ૧૯૧૪ની સાલમાં ફિનિક્સમાં અમુક માણસોને મૂકીને બાકી બધાએ હિં દુસ્તાન જવું એવો નિશ્ચય જ્યારે થયો ત્યારે ઇમામસાહે બ પૂરા કસોટીએ ચડ્યા. દક્ષિણ આફ્રિકા ઇમામસાહે બને સારુ ઘર જ ેવું થઈ પડ્યું હતું. હાજીસાહે બા, ફાતિમા, અમીના હિં દુસ્તાનને મુદ્દલ ન જાણે, હિં દુસ્તાનની ભાષા પણ ન જાણે,  — થોડુ ં અંગ્રેજી અથવા તો ડચ એ તેમની ભાષા. પણ ઇમામસાહે બે પોતાનો નિર્ણય કરવામાં જરાય ઢીલ ન કરી. જ્યાં હં ુ ત્યાં ઇમામસાહે બ અને તેમનું કુ ટુબ ં , એ ઇમામસાહે બનો નિશ્ચય હતો. એ ઇમામસાહે બનો સત્યાગ્રહને અર્થે ત્યાગ અને હિં દુમુસ્લિમ ઐક્યને સારુ ફાળો. હિં દુસ્તાન પહોંચ્યા પછીનું ઇમામસાહે બનું જીવન બધા આશ્રમવાસીઓ જાણે છે. મારો દૃઢ અભિપ્રાય છે કે ઇમામસાહે બ દિવસે દિવસે ચડતા જતા હતા;

ઇમામસાહેબે સત્યાગ્રહમાં ઝંપલાવ્યું! ત્યારે તેમના સ્વપ્નમાંયે નહોતું કે તેમને પોતાનું ઘરબાર તોડવું પડે અને ફકીરી લેવી પડે. પણ જ્યારે તેમણે જોયું કે સત્યાગ્રહમાં મક્કમ રહેવું હોય તો ઘરબારનો મોહ છોડવો પડશે, ત્યારે તે એમણે એક ક્ષણમાં છોડી દીધો એમ કહી શકાય. ઇમામસાહેબને સારુ આ જેવીતેવી વાત નહોતી

તેમની વૃત્તિઓ શુદ્ધ થતી જતી હતી; તેમની ઈશ્વરભક્તિ વધતી જતી હતી અને આશ્રમના નિયમોને વિશે પણ તેમની શ્રદ્ધા વધતી જતી હતી. [મૂળ ગુજરાતી] बापुना पत्रो–9 : श्री नारणदास गांधीने, ભા. પહેલો, પા. ૩૨૦–૭ o

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૧૯ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી શ્રી શ્રી શ્રી શ્રી

હરીશભાઈ લ. કોષ્ટી, હિસાબ વિભાગ નરે શભાઈ કાં. રાણા, પ્રકાશન વિભાગ સુનીલભાઈ ચં. ઉપાધ્યાય, પ્રકાશન વિભાગ અશોકભાઈ દ. ભાવસાર, બાઇન્ડિંગ વિભાગ પ્રવીણભાઈ આ. પરમાર, પ્રકાશન વિભાગ

नवजीवन નો અક્ષરદેહ [ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

• જ. તા. ૧૮–૧૧–૧૯૬૨ • ૦૭–૧૨–’૬૧ • ૧૦–૧૨–’૫૭ • ૨૧–૧૨–’૫૮ • ૩૧–૧૨–’૫૯

391


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં

ચંદુલાલ ભગુભાઈ દલાલ

એકસાથે અનેક મોરચે વિચારવાનું અમલ કરવાનું ક્યાં સુધી થઈ શકે? ગાંધીજીના જીવનથી આ પ્રશ્નનો ઉત્તર લેવાનો રહે તો તે ઉત્તર આજીવન છે! પંજાબનાં રમખાણોનો મુદ્દો, રૉલેટ કાયદા સામે સત્યાગ્રહ, ગુજરાત રાજકીય પરિષદની તૈયારી, ખેડૂતોની ુ નમાં ભૂખમરો અને વસ્ત્રોના અભાવનું આકલન, ખિલાફત પરિષદ અને नवजीवन અર્થે નવા સ્થિતિ કેવી રીતે સુધારવી, હિં દસ્તા સંચાની તપાસ-ખરીદી… આવા તો અનેક વિષયો છે, જ ેની સાથે આ દરમિયાન ગાંધીજી સતત જોડાયેલા રહ્યા. ઑક્ટોબર માસના અંતે “ગયું વર્ષ અને નવું વર્ષ” લેખમાં ગાંધીજીએ વીતેલાં વર્ષનું સરવૈયું કાઢતાં લખ્યું છે : “પંજાબમાં કેર વર્ત્યો, નિરપરાધી માણસો માર્યાં ગયાં. અમલદારોએ બહુ ત્રાસ વરતાવ્યો. રાજવર્ગ ને પ્રજાવર્ગની વચ્ચે અવિશ્વાસ ને અંતર વધ્યાં. ...આવી ઘોર નિરાશાનાં વાદળમાંથી કંઈ કિરણો ફૂટ્યાં જણાયાં કે? સત્યાગ્રહનો સૂર્ય તા. ૬ઠ્ઠી એપ્રિલે આખા હિં દુસ્તાનમાં પ્રકાશ્યો. વાદળાં વિખેરાયાં ને કિરણો સ્પષ્ટ નજરે આવ્યાં. તેમાં પંજાબ, અમદાવાદથી ગ્રહણ થયું ને તેના છાંટા હજુ યે ઊડ્યા કરે છે. તોયે સત્યાગ્રહની પિછાન ધીમે ધીમે થતી જાય છે.” નવા વર્ષમાં ગાંધીજી આશાવાદ સાથે લખે છે : “હે પ્રભુ! તું હિં દુસ્તાનને સત્યને માર્ગે જ દોરવજ ે. તેમ કરતાં તેને સ્વદેશી ધર્મ શીખવજ ે ને હિં દુસ્તાનમાં વસતા હિં દુ, મુસલમાન, પારસી, યહૂદી ને ખ્રિસ્તી વચ્ચે શુદ્ધ સંપ વધારજ ે.” આ બે મહિનાના સમયગાળામાં પંજાબ રમખાણોનો મુદ્દો ગાંધીજીના લખાણમાં અવારનવાર દેખાય છે. પંજાબની વ્યસ્તતા અંગે તેઓ नवजीवनમાં ક્ષમા સાથે લખે છે : “હવે પંજાબમાંથી ક્યારે મુક્ત થઈ શકીશ એ હં ુ જાણતો નથી.” આ જ માસ ખિલાફત ચળવળનો પણ સમય છે. ઇસ્લામના અંતિમ સામ્રાજ્ય તરીકે ઓળખાતા તુર્કીના ભાગલા પડે તો ખિલાફત (તુર્કીના સર્વોચ્ચ ધર્મગુરુ ખલીફાનું શાસન) ગયા જ ેવું થાય. જો ખિલાફત જાય તો ઇસ્લામ નિસ્તેજ બને. ગાંધીજી સહિત હિં દના અનેક આગેવાનોએ તુર્કીમાં ખિલાફત જાય તેના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. ખિલાફત ચળવળનું જોર ગાંધીજીના કારણે હિં દમાં ખૂબ દેખાયું. તેને લઈને દિલ્હીમાં નવેમ્બરના અંતે ખિલાફત કૉન્ફરન્સનું આયોજન પણ થયું હતું, જ ેમાં ગાંધીજીએ કહ્યું હતું કે, “આઠ કરોડ મુસલમાનો તુર્કસ્તાનના સુલતાનને પોતાના ધર્મનો વડો માનતા હોવાથી, તેમના પાડોશીઓ અને દેશબાંધવો તરીકે એમની લાગણીમાં રહે લ ન્યાયનો ખ્યાલ રાખીને આપણે… એમને સાથ આપવો જોઈએ. ઈશ્વર જાણે છે કે આપણે એમની પડખે છીએ તેનું કારણ એ છે કે આપણે તેમને વાજબી કારણે દુઃખી થયેલા જાણીએ છીએ. એમ ન હોત તો આપણે એમને સાથ ન આપત.” આ ઉપરાંત, આ બે માસમાં એની બેસંટના જન્મજયંતી પ્રસંગે અભિવાદન-સમારં ભ યોજાયો હતો. ગુજરાત રાજકીય પરિષદની યોજના ઘડાઈ હતી. હિં દના ખેડૂતોને લઈને ગાંધીજીએ ‘જગતનો તાત’ એ નામે नवजीवनમાં લેખશ્રેણી ચલાવી હતી. દક્ષિણ આફ્રિકાની સ્થિતિને લઈને લેખો લખ્યા. ઉપરાંત દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થઈ રહે લા ઍન્ડ્રૂ ઝની વિદાયસભામાં હાજરી આપી હતી.

392

ઑક્ટોબર  ૧૯૧૯

૧ મુંબઈ : અમદાવાદના હુલ્લડવેરામાંથી મજૂ રોને રાહત આપવા માટે મુંબઈ સરકારને (પૂના) તાર કર્યો.  કાલબાદેવી શુદ્ધ સ્વદેશી ભંડાર ખુલ્લો મૂક્યો. અને વેચાણ બિલ પોતે બનાવ્યું.  ઍની બિસન્ટની ૭૩મી વર્ષગાંઠ ઊજવવાના મેળાવડામાં પ્રમુખપદે. ૨ મુંબઈ : અંગ્રેજી તારીખ મુજબ ગાંધીજીના

જન્મનો આજ ે સુવર્ણ મહોત્સવ1; એ નિમિત્તે ભગિની સમાજના આશ્રયે, વનિતા વિશ્રામમાં, સ્ત્રીઓની જાહે ર સભામાં, એમને રૂ. ૨૦,૧૦૦ની થેલી અર્પણ કરવામાં આવી.  હં ટર કમિટી સમક્ષ મૂકવાના મુદ્દાઓની માહિતી એકઠી કરવા માટે

1. આ પ્રસંગ નિમિત્તે કવિ નાનાલાલે ‘ગુજરાતનો તપસ્વી’ રચ્યું.

[ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


સ્વામી શ્રદ્ધાનંદને તથા ઍન્ડ્રૂ ઝને તાર કર્યા.  પંજાબમાં પ્રવેશબંધી દૂર કરવા માટે તાકીદે નિર્ણય લેવા વાઇસરૉયને તાર કર્યો.  મુસ્લિમ વિદ્યાર્થીમંડળ સમક્ષ પ્રવચન, સ્થળ ચોપાટી. ૩ અમદાવાદ. ૪ અમદાવાદ : સરકારે ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’1 પાસેથી જામીનગીરી માગી હતી એનું કારણ જણાવવા વિનંતિ કરતો પત્ર લખ્યો.  અમદાવાદના લોકો ઉપર સરકારે જ ે હુલ્લડવેરો નાખ્યો હતો તેમાંથી, તે વખતે જ ે મજૂ રો હાજર ન હોય તેવાને, અને બધા મજૂ રોની સ્ત્રીઓને અને છોકરાંઓને મુક્તિ આપવા વિનંતિ કરતો પત્ર સરકારને લખ્યો. ૫2 અમદાવાદ. ૬ (અમદાવાદ). ૭ અમદાવાદ. ૮ અમદાવાદ.  વડોદરા : પ્રોફે સર માણિકરાવના અખાડામાં કસરતના પ્રયોગો જોયા; વ્યાયામ વિશે પ્રવચન કર્યું. ૯ વડોદરા : ભાષણ; સ્થળ મહારાજા થિયેટર.  સ્વદેશી ભંડાર ખુલ્લો મૂક્યો.  બ્રશ ફૅ ક્ટરીની, અંત્યજ શાળાઓની અને ખતરીની સાળોની મુલાકાત લીધી.  રેં ટિયા સંબંધી ચર્ચા; સ્થળ મહારાજા મિલ.  સ્ત્રી સમાજ સંમેલનમાં હાજર; સ્થળ વ્યાયામ

1. ‘યંગ ઇન્ડિયા’, મુંબઈથી નીકળતું એક સાપ્તાહિક હતું. એના આદ્યસંસ્થાપક જમનાદાસ દ્વારકાદાસ હતા. પછી એ એક સિન્ડિકેટના હાથમાં આવ્યું. એના મુખ્ય કર્તાહર્તા શંકરલાલ બૅંકર અને ઉમર સોબાની હતા. તા. ૨૬-૪૧૯ના રોજ ‘બૉમ્બે ક્રોનિકલ’ના તંત્રી હોર્નિમેનને હદપાર કરવામાં આવ્યા પછી આ લોકોએ આ સાપ્તાહિક ગાંધીજીને સોંપ્યું. ‘બૉમ્બે ક્રોનિકલ’ની ખોટ કાંઈક અંશે પૂરવા સારુ એ, અઠવાડિયામાં બે વખત કાઢવા નક્કી કરવામાં આવ્યું. ઑક્ટોબર માસ સુધી આ પત્ર મુંબઈથી નીકળ્યું. 2. આજના ‘નવજીવન’માં સુધારાવાળો રેં ટિયો બનાવનારને રૂ. ૫,૦૦૦નું ઇનામ, રે વાશંકર જગજીવન ઝવેરી તરફથી આપવામાં આવશે એવી જાહે રાત થઈ.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯]

મંદિર. ૧૦ અમદાવાદ.  અમરે લી : રેં ટિયા વર્ગ ખુલ્લો મૂક્યો. ૧૧ અમરે લી.  ભાવનગર. ૧૨ ભાવનગર : સરઘસ, સભા, કાપડ મહાજન તરફથી માનપત્ર, સ્વદેશી ઉપર ભાષણ અને થેલી અર્પણ.  અંત્યજ શાળાની મુલાકાત.  સ્ત્રીઓની સભામાં કાંતવા વિશે ભાષણ, સમય સાંજ.  બોટાદ. ૧૩ અમદાવાદ : આનંદશંકર ધ્રુવ, બનારસ હિં દુ યુનિવર્સિટીમાં નિમાયા એ અંગેના, ગુજરાત સાહિત્ય સભા તરફથી યોજાયેલા મેળાવડામાં પ્રમુખસ્થાને, સમય સાંજ ે સાડા પાંચ, સ્થળ ભોળાનાથ લેડીઝ ઇન્સ્ટિટ્યૂટ.  એ જ પ્રસંગ ઊજવવા માટે ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓના સ્નેહ સંમેલનમાં હાજર અને પ્રવચન, સમય રાતના નવ, પ્રમુખ કૉલેજના પ્રિન્સિપાલ રોબર્ટસન. ૧૪થી ૧૬ (અમદાવાદ). ૧૭ મુંબઈ. ૧૮ અમદાવાદ. ૧૯ (અમદાવાદ). ૨૦થી ૨૧ અમદાવાદ. ૨૨ અમદાવાદ : ‘યંગ ઇન્ડિયા’માં છપાયેલ કાળીદાસ ઝવેરીનો પત્ર અને એની ઉપરની ટીકા વિશે હાઈકોર્ટે ખુલાસો માગ્યો હતો તે મોકલ્યો.  ઍસ્થર ફૅ રિંગ આશ્રમમાં આવી ગયા છે એ વિશે મદ્રાસ સરકારને ખબર આપી.  સાંજ ે સાત વાગ્યે, શ્રી માતાજીના મંદિરમાં, વડનગરા નાગર બ્રાહ્મણ વિદ્યાર્થી મંડળનો, આનંદશંકર ધ્રુવને અભિનંદન આપવાનો મેળાવડો ગોપાળશંકર ભચેચના પ્રમુખપદે કરવામાં આવ્યો એમાં હાજર અને પ્રવચન.  થી નીકળ્યા. ૨૩ રસ્તામાં. ૨૪ લાહોર : સવારે સાડા નવ વાગ્યે પહોંચ્યા, 393


સ્ટેશને ભવ્ય સત્કાર, ઉતારો સરલાદેવી ચૌધરાણીને ત્યાં. ગુરુદયાલ મલ્લિકનો પ્રથમ પરિચય. ૨૫ લાહોર. ૨૬ લાહોર : નિહાલચંદને બંગલે અમુક માણસોને મળવા ગયા પણ લોકોનાં ટોળાંને લીધે કાંઈ કામ થઈ શક્યું નહીં.  સંગીતસમ્રાટ પંડિત ઓમકારનાથ સાથે મુલાકાત. ૨૭ લાહોર : સવારે દર વાગે લેફ. ગવર્નરની મુલાકાત લીધી, મુલાકાત લગભગ એક કલાક ચાલી. ૨૮ લાહોર : વિદ્યાર્થીઓને સંબોધન, સમય

સાંજ, સ્થળ સરલાદેવી ચૌધરાણીનું મકાન.  થી નીકળ્યા. ૨૯ દિલ્હી : જાહે ર સભા. ૩૦ દિલ્હી. ૩૧ દિલ્હી : સ્વામી શ્રદ્ધાનંદના પ્રમુખસ્થાને મળેલી જાહે ર સભામાં પ્રવચન કર્યું;—હિં મત અને ચારિત્ર્ય ઉપર ભાર મૂકી, પંજાબ અને અન્ય સ્થળોનાં રમખાણો અંગે સાચી હકીકત કહે વા લોકોને આગ્રહ કર્યો. રતનલાલ હજારીલાલે આપેલી પાર્ટીમાં હાજર. લૉર્ડ હં ટરને મળ્યા.

o

નવેમ્બર-  ૧૯૧૯

૧ દિલ્હી : દક્ષિણ આફ્રિકાના કમિશન અંગે એ. પી.ને મુલાકાત આપી.  શહીદોના સ્મારક અંગેની જાહે ર સભામાં પ્રમુખપદે, પરં તુ બહુ ઘોંઘાટ થવાથી સભા મુલતવી રાખવી પડી. ૨ દિલ્હી : શહીદોના સ્મારક અંગેની જાહે ર સભામાં પ્રમુખપદે. ૩ દિલ્હી : ખિલાફત પરિષદમાં પ્રમુખસ્થાને. ૪ અમૃતસર : સત્કાર અને સરઘસ  સુવર્ણ મંદિરની મુલાકાત, પાઘડીની ભેટ મળી.  સ્ત્રીઓની સભામાં, સહન કરનારને દિલાસો આપ્યો અને સ્વદેશી વિશે બોલ્યા, સ્થળ લાલા ગિરધરલાલનું મકાન.  જલિયાંવાલા બાગ અને ખાલસા કૉલેજની મુલાકાત. ૫થી ૧૪ લાહોર : હં ટર કમિટી સમક્ષ મૂકવાની જુ બાનીઓ અંગે તૈયારી કરી. ૧૫ લાહોર : તૈયારી ચાલુ.  દક્ષિણ આફ્રિકા જતા ઍન્ડ્રૂ ઝને વિદાય આપવા માટેની

સભામાં પ્રવચન, સ્થળ બ્રૅડલૉ હૉલ, પ્રમુખ માલવિયાજી. ૧૬થી ૧૯ લાહોર : જુ બાની અંગેની તૈયારી ચાલુ. ૨૦થી ૨૨ ગુજરાનવાલા : કૉંગ્રેસ તપાસ સમિતિના સભ્ય તરીકે રમખાણ વિશે તપાસ કરી. ૨૩ દિલ્હી : જનાબ ફઝલુલ હક્કના પ્રમુખપદે મળેલી ખિલાફત પરિષદમાં હાજર. બેઠક ફક્ત મુસલમાનો માટે જ ખુલ્લી હતી. ૨૪ દિલ્હી : ખિલાફત પરિષદમાં પ્રમુખસ્થાને, સ્થળ સંગમ થિયેટર. આ બેઠક હિં દુ અને મુસલમાનની સંયુક્ત સભા હતી. ૨૫ લાહોર. ૨૬ કાસૂર. ૨૭ વઝીરાબાદ.  નિઝામાબાસ  લાહોર. ૨૮ (ગુજરાનવાલા). ૨૯ ગુજરાનવાલા : થી નીકળ્યા  અકલગઢ : ઉતારો દીવાન શ્રી રામને ત્યાં. ૩૦ અકલગઢ.  રામનગર.

o

394

[ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


વર્ષૹ ૦૭ અંકૹ ૧૦-૧૧ સળંગ અંકૹ ૭૮-૭૯ • ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯

સરદારની સર્વતોમુખી પ્રતિભા બહાર લાવતું પુસ્તક

સરદાર પટેલ : એક સમર્પિત જીવન

છૂ ટક કિંમત ઃ _ ૨૫

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર આવરણ ૧ ગાંધીજીની કલમે લખાયેલાં ચરિત્રોની નામાવલી આવરણ ૪ ગાંધીજીના તંત્રીપણા હે ઠળ પ્રકાશિત ‘यंग इन्डिया’ના પ્રથમ અંકનું પ્રથમ પાનું [૮-૧૦-૧૯૧૯] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

 ગાંધીલિખિત ચરિત્રો 

विशाल दृष्टि रखकर देखें तो सितंत्र भारत की स्ापना करके

હવે હિં દીમાં પણ...

 સંપાદકીય. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . उसे सामर्थ्यिान बनाने में तीन व्थष्ति्थों का ्थोगदान सबसे ૩૨૩ अधिक रहा-गांिी, नेहरू और पटेल। इस तर्थ को सिीकार करते सम्थ प्ा्थः गांिीजी का उल्ेख कत्यव्थधनिा्यह तक सीधमत रहता है, नेहरू के संदभ्य में इसे पूर्यतः सिीकार कर लल्था जाता है, परनततु सरदार को ्थह सिीकृवत अत्थनत सीधमत मात्रा में प्दान की जाती है। जैसे वक भारत संघ के प्​्म राटिट्रपवत राजेनद्र प्साद ने 13 मई, 1959 को अपनी डा्थरी में ललखा है, “आज लजस भारत के विष्थ में हम बात करते हैं और सोचते हैं, उसका श्े्थ सरदार पटेल के राजनैवतक कौशल त्ा सतुदृढ़ प्शासन को जाता है, विर भी”, उनहोंने आगे ललखा है, “इस संदभ्य में हम उनकी उपेक्ा करते हैं।”

सरदार पटे ल एक समर्पित जीवन

૧. બૂકર ટી. વૉશિંગ્ટન : ગુલામમાંથી કૉલેજના પ્રમુખ . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૨૪ ૨. અબ્રાહામ લિંકન : ગુલામગીરીની બેડીઓ તોડનાર. . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૨૭ ૩. કાઉન્ટ ટૉલ્સ્ટૉય : ઉમરાવથી ફકીર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૨૯ ૪. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર : કેળવણીનો સાગર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૩૦ ૫. જ્યૉર્જ વૉશિંગ્ટન : અમેરિકાના સ્વરાજ સ્થાપક . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૩૩ आितुधनक भारत के एक अत्थनत महत्िपूर्य सतुपतुत्र के जीिन पर डाला ग्था ्थह पदा्य उसके बाद के सम्थ में भी कभी-कभी ૩૩૪ ૬. દાક્તર બરનાર્ડો : લોકસેવાનો સ્તંભ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ही, और िह भी आंलशक तौर पर ही उठा्था ग्था। मतुझे इस पददे को समपूर्य रूप से उठाने और सरदार पटेल के जीिन को आज ૭. સર હે નરી લૉરે ન્સ : સમર્પિત રાજનીતિજ્ઞ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૩૩૬ की पीढ़ी के सामने लाने का सौभाग्थ प्ाप्त हुआ है। सरदार की क्ा एक पूर्य मानि की क्ा नहीं है। उनकी कधम्थों को ૩૩૮ ૮. રાજા સર ટી. માધવરાવ : વિદ્વાન અને કુ શળ કારભારી. . . . . . . . . . . . . . . . . . . . . धिपाने की मेरी इचिा नहीं ्ी और मैंने ऐसा प्​्थास भी नहीं वक्था है। मेरी आकांक्ा मात्र इतनी ही है वक सरदार पटेल के ૩૪૧ ૯. હૉરે શિયા નેલ્સન : સ્વધર્મનો પાલક. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . राजमोहन गांधी जीिन के विष्थ में जानने के बाद कम-से-कम कुि लोग तो समझ पाएँगे वक अचिे वदनों में अहोभाि के सा् त्ा दुःख ૩૪૨ ૧૦. સર ટોમસ મનરો : રૈ યતનો દોસ્ત. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . और धनराशा के वदनों में भारत की महान् शष्ति के रूप में उनहें ्थाद वक्था जाना चावहए। ૧૧. લૉર્ડ મેટકાફ : હિં દી પ્રેસને તારનાર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૪૩ इस पर प्ा्थः िाद-वि​िाद होता रहता है वक सितंत्र भारत के प्​्म प्िानमं त्र ी के च्थन के सम्थ महातमा गां ि ी ने सरदार ૧૨. મોનસ્ટુઅર્ટ એલફિન્સ્ટન : લોકપ્રિય ગવર્નર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૪૫ पटेल के प्वत अन्था्थ वक्था ्ा ्था नहीं वक्था ्ा। इस संदभ्य में मैंने अपना शोि इस ग्ं् में प्सततुत वक्था है। कुि लोगों ने ૩૪૭ ૧૩. બદરુદ્દીન તૈયબજી : હિં દના શ્રેષ્ઠતમ વકીલ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . प्वतपावदत वक्था है वक इस विष्थ में महातमाजी ने सरदार के सा् अन्था्थ वक्था। इस पतुसतक के लेखन के प्ेरक तत्िों में से ૩૪૮ ૧૪. સૉક્રેટિસ : એક સત્યવીર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . एक महत्िपूर्य तत्ि ्थह प्वतपादन भी है। ्थवद ऐसा अन्था्थ हुआ हो तो महातमा के एक पौत्र के रूप में उसकी कुि क्वतपूवत्य ૧૫. મુસ્તફા કમાલ પાશા : ઇજિપ્તના ઉદ્ધારક. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૫૦ कर लेना उधचत होगा। इसके अवतररति मैंने राटिट्रधनमा्यता के प्वत अपना नागररक-ऋर चतुकाने का प्​्थास भी वक्था है। ૧૬. મિ. કેર હાર્ડી : ખાણમાંથી પાર્લમેન્ટમાં પહોંચનાર!. . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૫૩ [प्सतािना में से] राजमोहन गांधी ૧૭. જોસેફ ડોક : સત્યશોધક દીનદલિતોના મિત્ર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૩૫૬ ૧૮. મિ. હાજી હુસેન દાઉદ અહમદ : હિં દનો પારસમણિ. . . . . . . . . . . . . . . . . . . . . . ૩૫૯ 9 788172 9 788172 299231 299231 ૧૯. ફિરોજશાહ મહે તા : મુંબઈ શહે રીમંડળના પિતા. . . . . . . . . . . . . . . . . . . . . . . . .૩૬૨ ૨૦. બાલગંગાધર ટિળક : લોકશાહીના ઉપાસક. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૩૬૪ ૨૧. દાદાભાઈ નવરોજી : હિં દના દાદા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૩૬૫ ૨૨. ચિતરં જન દાસ : રાષ્ટ્રધર્મી અને દેશબંધુ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૬૭ ૨૩. વાસંતીદેવી : દેશબંધુનાં સહધર્મચારિણી. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૭૦ ૨૪. સુશીલ રુદ્ર : એક મૂક સેવક . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૭૨ ૨૫. આલ્બર્ટ વેસ્ટ : દ. આફ્રિકાના ગોરા સહાયકોમાંના એક. . . . . . . . . . . . . . . . . . . . ૩૭૩ ૨૬. મિસ શ્લેશિન : સત્યનિષ્ઠ સેવિકા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૭૫ ૨૭. ઍમિલી હૉબહાઉસ : એક મહાન આત્મા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૩૭૬ ૨૮. મરહૂમ હકીમસાહે બ : હિં દુમુસલમાન ઐક્ય માટે પ્રાણરૂપ. . . . . . . . . . . . . . . . . . ૩૭૮ ૨૯. મગનલાલ ગાંધી : આશ્રમનો પ્રાણ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૭૯ ૩૦. લાલા લજપત રાય : સમાજ અને ધર્મસુધારક . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૮૨ ૩૧. નારાયણ હે મચંદ્ર : ઇંગ્લંડ નિવાસના સાથી . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૮૪ ૩૨. રાયચંદભાઈ : શુદ્ધ જ્ઞાની. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૩૮૬ ૩૩. અલ્લુરી શ્રી રામ રાજુ : એક આંધ્રવીર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૮૮ ૩૪. ઇમામસાહે બ : મક્કમ સત્યાગ્રહી. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૯૦  ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . . ૩૯૨ Navajivan -- Title Navajivan Title -- Sardar Sardar Patel Patel Ek Ek Samarpit Samarpit Jivan-Hindi Jivan-Hindi -- [WxH: [WxH: sheet sheet 400X273] 400X273] 1 1

૩૨૨

૩૯૩

सरदारएक समर्पि पटेत जीवन ल राजमोहन गांधी

विशाल दृष्टि रखकर देखें तो सितंत्र भारत की स्ापना करके उसे सामर्थ्यिान बनाने में तीन व्थष्ति्थों का ्थोगदान सबसे अधिक रहा-गांिी, नेहरू और पटेल। इस तर्थ को सिीकार करते सम्थ प्ा्थः गांिीजी का उल्ेख कत्यव्थधनिा्यह तक सीधमत रहता है, नेहरू के संदभ्य में इसे पूर्यतः सिीकार कर लल्था जाता है, परनततु सरदार को ्थह सिीकृवत अत्थनत सीधमत मात्रा में प्दान की जाती है। जैसे वक भारत संघ के प्​्म राटिट्रपवत राजेनद्र प्साद ने 13 मई, 1959 को अपनी डा्थरी में ललखा है, “आज लजस भारत के विष्थ में हम बात करते हैं और सोचते हैं, उसका श्े्थ सरदार पटेल के राजनैवतक कौशल त्ा सतुदृढ़ प्शासन को जाता है, विर भी”, उनहोंने आगे ललखा है, “इस संदभ्य में हम उनकी उपेक्ा करते हैं।”

रू. 600 पॅपर बॅक साइझ 6.5"× 9.5"

आितुधनक भारत के एक अत्थनत महत्िपूर्य सतुपतुत्र के जीिन पर डाला ग्था ्थह पदा्य उसके बाद के सम्थ में भी कभी-कभी ही, और िह भी आंलशक तौर पर ही उठा्था ग्था। मतुझे इस पददे को समपूर्य रूप से उठाने और सरदार पटेल के जीिन को आज की पीढ़ी के सामने लाने का सौभाग्थ प्ाप्त हुआ है। सरदार की क्ा एक पूर्य मानि की क्ा नहीं है। उनकी कधम्थों को धिपाने की मेरी इचिा नहीं ्ी और मैंने ऐसा प्​्थास भी नहीं वक्था है। मेरी आकांक्ा मात्र इतनी ही है वक सरदार पटेल के जीिन के विष्थ में जानने के बाद कम-से-कम कुि लोग तो समझ पाएँगे वक अचिे वदनों में अहोभाि के सा् त्ा दुःख और धनराशा के वदनों में भारत की महान् शष्ति के रूप में उनहें ्थाद वक्था जाना चावहए। इस पर प्ा्थः िाद-वि​िाद होता रहता है वक सितंत्र भारत के प्​्म प्िानमंत्री के च्थन के सम्थ महातमा गांिी ने सरदार पटेल के प्वत अन्था्थ वक्था ्ा ्था नहीं वक्था ्ा। इस संदभ्य में मैंने अपना शोि इस ग्ं् में प्सततुत वक्था है। कुि लोगों ने प्वतपावदत वक्था है वक इस विष्थ में महातमाजी ने सरदार के सा् अन्था्थ वक्था। इस पतुसतक के लेखन के प्ेरक तत्िों में से एक महत्िपूर्य तत्ि ्थह प्वतपादन भी है। ्थवद ऐसा अन्था्थ हुआ हो तो महातमा के एक पौत्र के रूप में उसकी कुि क्वतपूवत्य कर लेना उधचत होगा। इसके अवतररति मैंने राटिट्रधनमा्यता के प्वत अपना नागररक-ऋर चतुकाने का प्​्थास भी वक्था है। [प्सतािना में से]

राजमोहन गांधी ISBN 978-81-7229-923-1

सरद

एक स

राजम


‘નવજીવન’ના લડતની હાકલ... ગાંધીજીના તંત્પાને રીપણા આઝાદીની હે ઠળ ‘यंग इन्डिया’નો આરં ભ

વર્ષૹ ૦૭ અંકૹ ૧૦-૧૧ સળંગ અંકૹ  ૭૮-૭૯ •  ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯

છૂ ટક કિંમત ઃ _ ૨૫

ગાંધીલિખિત ચરિત્રો

૩૯૪ ૩૨૦


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.