Navajivanno Akshardeh December 2021-January 2022

Page 1

વર્ષૹ ૦૯-૧૦ અંકૹ ૧૨-૦૧ સળંગ અંકૹ ૧૦૪-૧૦૫ • ડિસે. ૨૦૨૧-જાન્યુ.૨૦૨૨

છૂ ટક કિંમત ઃ _ ૨૫

૪૦૧


વર્ષૹ ૦૯-૧૦ અંકૹ ૧૨-૦૧ સળંગ અંકૹ ૧૦૪-૧૦૫ • ડિસે. ૨૦૨૧-જાન્યુ. ૨૦૨૨ છૂ ટક કિંમત ઃ _ ૨૫ તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર આવરણ ૧

કાકાસાહે બ કાલેલકર [ સ્કેચ : કે. કે. હે બર, ૧૯૪૭ ] આવરણ ૪

વડી ચાવી [નવજીવન : ૦૪-૧૨-૧૯૨૧]

વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં) લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ • ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

સંપાદકીય . . . . . . . . . . . . . . . . . . . . . . ૧. પ્રેમનું અમર પુષ્પ . . . . . . . . . . . . . . . . . . . ૨. સત્ય અને કલ્પના . કલ્પના . . . . . . . . . . . . . . . . . . . ૩. ફલશ્રુતિ . . . . . . . . . . . . . . . . . . . . . . . ૪. दैनिक चिंतन . . . . . . . . . . . . . . . . . . . . . ૫. ઓતરાતી દીવાલો . . . . . . . . . . . . . . . . . . . ૬. ગામડું કેમ વળગ્યું?. . . . . . . . . . . . . . . . . . . ૭. વર્ષાગાન . . . . . . . . . . . . . . . . . . . . . . . ૮. ‘હં ુ જ એનો ગેરસપ્પા છુ ’ં . . . . . . . . . . . . . . . . ૯. ઈશ્વરને પણ શરમ આવે છે! . . . . . . . . . . . . . . . ૧૦. મારી યોગ્યતા . . . . . . . . . . . . . . . . . . . . . ૧૧. જીવતા તહે વારો . . . . . . . . . . . . . . . . . . . . ૧૨. ગાંધીજીને ભાંડવાનું સહે લું, સમજવાનું ઘણું અઘરું . . . . . . . . મણિલાલ એમ. પટેલ . ૧૩. નવજીવન Talks . . . . . . . . . . . . . . . . . . . . ૧૪. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . ચંદુલાલ ભ. દલાલ . 

૪૦૩ ૪૦૮ ૪૧૧ ૪૧૪ ૪૨૦ ૪૨૩ ૪૨૬ ૪૩૪ ૪૩૭ ૪૩૯ ૪૪૨ ૪૪૫ ૪૪૮ ૪૫૧ ૪૫૫

લવાજમ અંગે: કવર પર વાચકોના સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૨૧) એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૨૧ એ ૨૦૨૧નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે. સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [ ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. ૪૦૨


નવજીવન પ્રકાશિત કાકાસાહે બ ગદ્ય પરિચય

કાકાસાહેબની શબ્દસાધના પ્રકૃ તિના ખોળે થઈ છે. તેમના ગદ્યમાં દરિયા જ ેવી વિશાળતા

છે, ઉત્તુંગ શિખર જ ેવી ઊંચાઈ છે, રણ જ ેવું ખુલ્લાપણું છે, વન જ ેવું તે ગાઢ છે અને નદી જ ેવો લય તેમાં અનુભવાય છે. પ્રકૃ તિના રં ગ તેમના શબ્દોમાં ઠેરઠેર છે અને એ રીતે તેમનું લખાણ જીવનનાં તમામ પાસાંને હરિયાળાં બનાવે છે. મૂળે મહારાષ્ટ્રના કાકાસાહે બે ગુજરાતી ભાષામાં લખલૂટ સર્જન કર્યું. ગાંધીયુગમાં કાકાસાહે બના સાહિત્યએ આકર્ષણ જમાવ્યું હતું, તે પછી પણ સતત તે લોકચાહના પામતું રહ્યું. ભારતીય સંસ્કૃતિના આદ્યઉપાસક કાકા આજીવન પ્રવાસી રહ્યા. પ્રવાસ કરતાં તેમણે જ ે લખ્યું તેમાંથી જ ‘હિમાલયનો પ્રવાસ’, ‘રખડવાનો આનંદ’ અને ‘જીવનસંસ્કૃતિ’ પુસ્તકો આપણને મળ્યાં. પ્રકૃ તિઉપાસક અને પ્રવાસી બનીને તેમણે જીવનનો શુદ્ધ આનંદ લૂંટ્યો અને તે આનંદને અભિવ્યક્ત પણ એટલો જ શુદ્ધ રીતે કર્યો છે. જીવનઆનંદ તેમનો સર્વોપરી ગુણ એટલે એની શોધમાં તેઓ યુવાન થતાવેંત હિમાલય રખડી આવ્યા. આ ખોજમાં તેઓ રવીન્દ્રનાથ ટાગોર પાસે શાંતિનિકેતન પણ પહોંચ્યા. અહીં ગાંધીજી સાથે મુલાકાત થઈ ને તેઓ ગાંધીના આજીવન સહસાધકોમાંના એક થયા. ગાંધીએ તેમને મુખ્ય જવાબદારી સોંપી તે કેળવણીકારની, અને આ ભૂમિકા સ્વરાજ્યની લડત સાથે ઘૂંટાતી ગઈ. કેળવણીમાં વિદ્યાર્થીઓ માત્ર નહોતા, હિં દુસ્તાનની પ્રજાયે હતી. કેળવણીના પ્રયોગો અને અઠંગ પ્રવાસથી કાકાનો અનુભવ દરિયાઈ થતો ગયો. અનુભવ સાથે તેમની વિશેષ દૃષ્ટિ તેમાં ભળી અને તે બધું કાગળ પર ઊતરતાં શ્રેષ્ઠ સાહિત્ય સર્જાતું ગયું. ગુજરાતી ભાષા પર થયેલી આ હાથઅજમાયશ પછીથી અદ્વિતીય સાહિત્ય સર્જશે તેવી કલ્પના કોણે કરી હોય! આ કલ્પના પુરુષાર્થથી સાકાર બની અને હથોટી આવ્યા પછી ભૂખ્યા બાળકને મા ભાણું પીરસે તેમ તેઓએ બધું જ પીરસી આપ્યું. જ્ઞાનરૂપી તે ભાણું આપણી સંસ્કૃતિનું ભાથું બને એમ છે. સ્થાનિક ભાષામાં વૈશ્વિક પરિપ્રેક્ષ્યનાં લખાણો સહજતાથી મળતાં નથી, પણ તે સહજતા કાકાસાહે બના શબ્દેશબ્દે છે. તેમની કલમે જોયેલા હિં દુસ્તાનની વિશેષતા વાંચીએ ત્યારે ગર્વ લેવાની લાલસા થાય. તેમનું સમગ્ર લખાણ ‘કાલેલકર ગ્રંથાવલિ’ના પંદર ભાગમાં સંગ્રહિત થયું છે. ગ્રંથાવલિ હાલ અપ્રાપ્ય છે, પણ નવજીવન કાકાસાહે બનાં લખાણોને પ્રકાશિત કરતું આવ્યું છે. કાકાસાહે બનાં હાલ પ્રકાશિત પુસ્તકોની સંખ્યા 20 છે, ભવિષ્યમાં ે ાં પુસ્તકો નવજીવન પ્રકાશિત કરશે. ગ્રંથાવલિમાંથી ચૂંટલ કાકાનું સૌથી વધુ ચાહના અને વેચાણ ધરાવતું પુસ્તક એ ‘હિમાલયનો પ્રવાસ’. દુનિયાભરના સાહસવીરોએ હિમાલયનો પ્રવાસ ખેડ્યો છે અને તેમાંથી ઘણાંએ લખ્યુંયે છે. હિમાલયનું સૌંદર્ય આજ ે હાઇ ડેફિનેશન વીડિયોમાંય ઉપલબ્ધ છે, તેમ છતાં કાકાના શબ્દોમાં હિમાલયદર્શન

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

403


અપૂર્વ લાગે છે. પ્રવાસલખાણની મઝા વાચક માટે સાથે પ્રવાસ કર્યાની અનુભૂતિ છે. આ અનુભૂતિ ઉત્કટ હતી અને તે કાકાના હિમાલય વિશેના આ શબ્દોથી જાણી શકાય : “હિમાલય – આર્યોનું આ આદ્યસ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાંઓનું સાંત્વન, ધર્મનું પિયર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું પશુપક્ષીઓને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગતનાં સર્વે દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે, સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે, કુ બેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે, અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે.” આટલા શબ્દોમાં હિમાલયનું મહાત્મ્ય કાકા જ બતાવી શકે. દેશ-દુનિયાનાં જાણીતાં અને દુર્ગમ સ્થળોએ પહોંચવાનું કાકા માટે તે વખતે પડકાર હશે. આજની જ ેમ ટ્રાન્સપૉર્ટેશન સુવિધા ત્યારે નહોતી. આ મુશ્કેલીને કાકાએ ‘પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ...’ એમ કહીને વર્ણવી છે. પ્રવાસનો ઉદ્દેશ માત્ર પ્રવાસ ન હોય, તેઓ તેનાં અનેક પડ ખોલી આપતાં લખે છે : “વ્યક્તિત્વનો વિકાસ, શક્તિનો સંચય અને ભાવિનું નિયંત્રણ એ જ માણસ માટે મોટો આનંદનો વિષય છે. પ્રવાસ મારફતે માણસ જ ેટલો ભૂમિભાગ આંખો વડે પોતાનો કરે છે, જ ેટલો અનુભવ સંઘરી શકે છે તેટલે દરજ્જે એનું જીવન સમૃદ્ધ થાય છે... જ ે માણસ મુસાફરીએ ઊપડ્યો એણે ઘણી વસ્તુઓનો પરિગ્રહ ટાળ્યે જ છૂટકો. જ ે હળવો ન થઈ શકે તે મુસાફરી કરી જ ન શકે; પછી તે વાદળું હોય કે માણસ.... પ્રવાસી જ ેમ જ ેમ પ્રવાસ કરતો જાય છે તેમ તેમ તે કુ નેહ કેળવે; ધીરજ અને ઉદારતા કેળવે છે; અને અંતે સારામાં સારો સમાજશાસ્ત્રી બને છે. પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ... એક રીતે જોતાં પ્રવાસ એ વ્યક્તિત્વના વિકાસનું સાધન છે.” પ્રવાસને માત્ર મનરં જન સાથે નહીં પણ ‘વ્યક્તિત્વના વિકાસ’ અને ‘સમાજશાસ્ત્રી બને’ ત્યાં સુધી લઈ જવાનો માર્ગ તેમણે કંડારી આપ્યો છે. કાકાના આવા જીવનસભર પ્રવાસનો બૃહદ હિસ્સો ‘રખડવાનો આનંદ’ પુસ્તકમાં આલેખિત થયો છે. પ્રવાસ થકી વ્યક્તિત્વવિકાસ સાધવાની અને સમાજશાસ્ત્રી બનવાની વાત કાકાસાહે બે અમસ્તી નથી લખી. અનુભવેલું આ જ્ઞાન તેમણે ‘જીવનસંસ્કૃતિ’ નામના પુસ્તકમાં ઉદારતાથી મૂકી આપ્યું છે. આ પુસ્તક ‘સામાજિક અને સંસ્કૃતિવિષયક લેખો’નું સંકલન છે. આઝાદી પૂર્વેનું આ પુસ્તક આપણા સમાજને ઓળખવાનો મૂલ્યવાન દસ્તાવેજ છે. તે વખતના અને આજના સમાજમાં આભ-જમીનનું અંતર આવી ચૂક્યું છે; પણ તે બદલાવ કેટલો આવ્યો તે માટેય કાકાનું આ પુસ્તક ઉપયોગી થશે. ‘જીવનસંસ્કૃતિ’ના કેટલાક વિષયો પર દૃષ્ટિ કરીએ તો તેના વ્યાપનો ખ્યાલ આવી શકે. આ પુસ્તક સંસ્કૃતિ, સમાજના પાયા, વર્ણ અને જ્ઞાતિ, સંસારસુધારો, ગામડાના પ્રશ્નો, ગરીબાઈના પ્રશ્નો, શ્રમજીવીઓ — સમાજસેવાની પ્રવૃત્તિઓ, 404

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


પ્રાસંગિક અને પ્રકીર્ણ, હરિજનસેવા એવાં દસ ખંડોમાં વિભાજિત છે. આ પુસ્તકની પૂર્વભૂમિકામાં કાકા લખે છે : “કુદરત માણસને જીવન બક્ષે છે. એ જીવનને શુદ્ધ, સમૃદ્ધ, પ્રસન્ન, ગંભીર અને વૈવિધ્યવિપુલ બનાવવાના પ્રયત્નમાં માણસે સંસ્કૃતિ ખીલવી. પથ્થરમાંથી જ ેમ મૂર્તિ બનાવીએ છીએ, ધ્વનિમાંથી સંગીત ઉપજાવીએ છીએ, ઘર્ષણમાંથી જ્વાળા સળગાવીએ છીએ તેમ જ જીવનમાંથી સંસ્કૃતિ ખીલવીએ છીએ. જીવન એ પ્રકૃ તિ છે; સંસ્કૃતિ એ એનો ઓપ છે. જીવન જો સંસ્કારિતાનો ઓપ ધારણ ન કરે તો એ પરિપુષ્ટ થતાં છતાં કૃ તાર્થ ન થઈ શકે. અને સંસ્કૃતિ જો જીવનને વફાદાર ન રહે તો એમાં પોલાપણું આવે એટલું જ નહીં, પણ વિકૃ તિ પેદા થઈને દુર્ગંધ જ છૂટે. જીવન જો ધરતી હોય તો સંસ્કૃતિ એનું સ્વર્ગ છે.” સંસ્કૃતિની આ સમજ અર્થે પાનાંઓ ભરવાં પડે, પણ કાકાએ તે સહજતાથી આપી દીધી છે. અઘરા વિષયને કાકાએ ઊંડાણ સાથે સરળતાથી કહે વાની અદ્વિતીય શૈલી વિકસાવી હતી. સારસ્વત ઉમાશંકર જોશીને તેમની ભાષાની સરળતાનું એક કારણ ‘નાનાં બાળકો સાથે એમણે ઊંડી આત્મીયતાથી ભાષાવ્યવહાર આરં ભ્યો’ તે લાગ્યું. સરળ શૈલીમાં જીવનનું ગૂઢ જ્ઞાન પણ તેમણે ગુજરાતી પ્રજા સમક્ષ મૂકી આપ્યું. તેમાંનું એક પુસ્તક ‘જીવનચિંતન’. કાકાનું જીવનચિંતનમાં ખેડાણ છતાં તેઓ તે વિશેનો દાવો કરતા નથી, બલકે પોતાની મર્યાદા દર્શાવતાં “હં ુ કહી ન શકું કે સમગ્ર જીવનનું સાંગોપાંગ ચિંતન કરી શક્યો છુ ”ં તેમ લખે છે. આ પુસ્તકમાં ‘સત્ય અને કલ્પના’ નામના પ્રકરણમાં તેમના ચિંતનની ઝલક મળે છે : “કલ્પના એ વસ્તુ સત્યથી જુદી છે; પણ સત્યને મારક નથી. ઘણી વાર કલ્પના સત્યને ઢાંકી દે છે. પણ તે ક્યાં સુધી? સત્યએ પોતાની નજર તીક્ષ્ણ કરી નથી ત્યાં સુધી જ. સૂર્યનારાયણની પેઠ ે સત્યનારાયણ જો પોતાની બારે બાર આંખો ખોલે તો કલ્પના બળીને ભસ્મ થઈ જાય. કલ્પના પાતળી થઈ જાય. કંઈક પારદર્શક થાય છે અને ઇન્દ્રધનુષ્યની જ ેમ અનેક રં ગોના વિહાર કરી બતાવે છે. કલ્પના જ ેમ સત્યને વફાદાર રહે વાને બંધાયેલી નથી તેમ જ સત્યનો દ્રોહ કે વિરોધ કરવાનીયે એની ટેક નથી. એ તો એક રમતિયાળ બાળા છે.” કાકાલિખિત ચિંતનનું આવું બીજુ ં પુસ્તક એટલે ‘પ્રાસંગિક પ્રતિસાદ’. સ્વરાજ્ય મળ્યા પછીનું દૈનિક ચિંતન ટૂ કં માં અઘરા વિષયોનો ઉઘાડ કરી આપે છે. 218 વિવિધ વિષયો છે અને તેની પ્રાસંગિકતા બાંધતાં તેઓ લખે છે : “કોઈ મળવા આવેલા સાથે ચર્ચા થઈ હોય, કોઈના કાગળ આવ્યા હોય, આપણે કોઈને વચન આપ્યું હોય, કોઈ પણ કારણે આપણે અકળાયા હોઈએ, જાહે ર જીવનમાંથી કોઈ બનાવ સાથે આપણો સંબંધ આવતો હોય, એ બધા બનાવો જ છે. એમનું વર્ગીકરણ પણ થઈ ન શકે. એકાદ બનાવ દેખાય અથવા હોય તો નહીં જ ેવો, પણ એણે આપણને વિચારના ઊંડાણમાં પહોંચાડ્યા હોય. એવા બધા બનાવો વિશે જ ે ચિંતન થાય છે એ લખી કાઢીએ તો આપણને અને લોકોને પણ ઘણે અંશે ઉપયોગી થાય.” ચિંતન ચાલ્યું તો તેમાં મૃત્યુને પણ સખા બનાવ્યો અને પુસ્તક સર્જાયું ‘પરમ સખા મૃત્યુ’. કાકાસાહે બનું મૃત્યુદર્શન અદ્વિતીય લેખાય છે. મૃત્યુને સખા તરીકે સંબોધન પુસ્તકનો ઉદ્દેશ સ્પષ્ટ કરી આપે છે. મૃત્યુને જીવનનો એક પડાવ કાકા ગણાવે છે. મૃત્યુ અંગે કાકાના શબ્દો

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

405


મૂકવા હોય તો આ મૂકી શકાય : “જન્મ અને મૃત્યુ મળીને જ ે વિશાળ જીવન બને છે તે એક વિશાળ અને ગહન સાગર જ ેવું છે. સંકુચિત જીવન એટલે કે આપણે જ ેને જીવન કહીએ છીએ તે આ વિરાટ સાગરનો માત્ર પૃષ્ઠભાગ છે. જીવનનું ઊંડાણ આપણે મૃત્યુમાં જ જોવું પડશે.” કાકાના વિચારો સાથે સર્વત્ર સંમત ન થવાય તોય તે વિચારસૃષ્ટિમાં વિહરવાનું તો પસંદ આવે એવું છે. મૃત્યુની જ ેમ જીવનમાં નિહાળેલાં સ્મશાનો વિશે પણ ચિંતનને શબ્દબદ્ધ કર્યું છે અને તેનું એક અલાયદું પુસ્તક થયું છે : ‘જ્યાં દરે કને પહોંચવું જ છે’. મૃત્યુના ભર્યાભર્યા ચિંતન સુધી દૃષ્ટિ પહોંચી તે તો જીવનથી જ. કાકાનું જીવનચિંતન માનવસૃષ્ટિ પૂરતું મર્યાદિત નથી તે ‘ઓતરાતી દીવાલો’ પુસ્તકમાંથી અનુભવી શકાય. પોતાની સૃષ્ટિમાં વાંદરા, બિલાડી, કાગડા, સમડી, ખિસકોલી, કબૂતરો, કીડીમંકોડા અને વંદાનો પણ સમાવેશ કેટલી હદે કાકા કરે છે તેનું તે શ્રેષ્ઠ ઉદાહરણ છે. ‘કાલેલકર અધ્યયનગ્રંથ’માં આ પુસ્તક વિશે ફાધર વાલેસ લખે છે : “ઓતરાતી દીવાલો’ની રચના માટે લેખકને તદ્દન નજીવો માલ મળ્યો હતો; નહીં જ ેવો કહીએ તોયે ચાલે. જ ેલના કંટાળાભરે લા જીવનના આ રોજિંદા પ્રસંગો. આ ‘શૂન્ય’ જ ેવા માલમાંથી એમણે કલાનો અવિર્ભાવ કરાવ્યો છે.” પ્રાણીસૃષ્ટિની જ ેમ નિસર્ગ સાથેનું તાદાત્મ્ય તેમના શબ્દોમાં ઝળકે છે. ‘જીવનલીલા’ પુસ્તકમાં નદીઓ, પ્રપાત, તળાવ-સરોવર, સમુદ્ર આદિની જીવનલીલા આલેખી છે. તેમના આ ઉપક્રમને તેમણે ‘ભારતભક્તિ’નું નામ આપ્યું છે. કાકા લખે છે : “મારા ભારતપ્રવાસનાં વર્ણનો સાહિત્યવિલાસ નથી પણ ભારતભક્તિનો અને પૂજાનો એક પ્રકાર છે. ભગવાનના ગુણ ગાવા એ જ ેમ નવવિદ્યા ભક્તિમાંનો એક પ્રકાર છે તેમ જ ભારતની ભૂમિ, એના પહાડો અને પર્વતશ્રેણીઓ, નદીઓ અને સરોવરો, ગામડાંઓ અને શહે રો, એમાં વસતાં લોકો અને એમનો પુરુષાર્થ, એમને આશ્રયે રહે તાં ગ્રામ્ય પશુપક્ષીઓ અને એમની સાથે અસહકાર કરી સ્વતંત્રતા ભોગવતાં વન્ય પશુપક્ષીઓ એ બધાંનું વર્ણન કરી એમનો પરિચય કેળવવો એ ભારતભક્તિનો એક અત્યંત આનંદદાયક પ્રકાર છે.” ભારતવર્ષનું આવું દર્શન કર્યું હોય તો તેના ઉત્સવો તો કાકાની કલમથી કેવી રીતે બાકાત રહી શકે? ‘જીવતા તહે વારો’ નામે કાકાએ દેશના ઉત્સવોનો મહિમા ગાયો છે. જીવંત રહે વા તેમણે તહે વારોનું મહત્ત્વ આ પુસ્તકમાં સમજાવ્યું છે : “કેટલીક વૃત્તિઓ મનુષ્યહૃદયને એટલી સ્વાભાવિક છે કે, તેમનું નિયમન ન થાય તો તે અમર્યાદ વધી આખું જીવન બગાડી નાખે છે. તેમનો સીધો વિરોધ અથવા બાહ્ય નિરોધ શક્ય કે સલામત નથી હોતો. દબાણથી તે વિકૃ ત થાય છે અને છૂપી રીતે અથવા અસ્વાભાવિક રીતે પોતાની તૃપ્તિ શોધે છે. આમાંની કેટલીક વૃત્તિઓ મર્યાદિત સ્વરૂપમાં ક્ષમ્ય હોય છે એટલું જ નહીં, પણ હિતકર પણ હોય છે. એમનો નાશ કરવાને બદલે જો એમને વિશુદ્ધ બનાવી ઉન્નતિને રસ્તે વાળવામાં આવે, તો સંપૂર્ણ કેળવણીમાં તેમની મદદ ભારે થાય છે. આ કાર્ય કોક કોક વાર સામાજિક રીતે જ સરસ સધાય છે. તહે વારોની મદદ આમાં ઘણી થઈ શકે એમ છે.” આઝાદીની લડત દરમિયાન જ્યારે જ ેલ જવાનું થયું તેમાંથી ઉત્કૃષ્ટ સાહિત્ય જન્મ્યું છે, 406

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


તેમાંના એકમાં ગાંધીજીના જીવન - આધારિત પ્રસંગોની બાપુની ઝાંખી પણ છે. ગાંધીજીના જીવનના સાઠ રસપ્રદ પ્રસંગો તેમાં ટૂ કં માં મળે છે. જ ેલમાં જમ્યા પછીનાં ગપ્પાં મારવાના વખત દરમિયાન એકબે સંસ્મરણ નોંધીને પુસ્તક લખાયું છે તેવું ખુદ કાકાએ નોંધ્યું છે. આમ કેટલી સહજતાથી ગાંધીજીવનના પ્રસંગ કાકાએ આપ્યા છે. બાપુના જીવનના પ્રસંગોની જ ેમ પોતાનાં નાનપણનાં કેટલાંક સંસ્મરણોનું પુસ્તક એટલે ‘સ્મરણયાત્રા’. પોતાનાં સંસ્મરણોનું પ્રયોજન પણ ખૂબીથી દર્શાવી આપ્યું છે, જ ેમાં એક ઠેકાણે કાકા લખે છે : “યુવાનો આગળ પોતાનો અનુભવ રજૂ કરી કેટલાંયે મુગ્ધ હૃદયોને મારા પૂરતાં હં ુ ઉઘાડી શક્યો છુ .ં અને બીજી કંઈ નહીં તો સહાનુભૂતિની કીમતી મદદ કરી શક્યો છુ .ં દરે ક સ્મરણમાં ભારે બોધ કે ગાંભીર્ય અથવા કાવ્યમય ચમત્કૃતિ હોવાં જ જોઈએ એમ નથી. દરે ક સંસ્મરણથી એક પણ મુગ્ધ હૃદયનો તાર છેડી શકાય, અને એની પાસેથી ‘હા, મને પણ એમ જ થયું હતું’, એવો ભીની આંખનો એકરાર મળી શકે તો બસ છે.” ઉપયુક્ત પુસ્તકોનાં પ્રકરણો આ અંકમાં સમાવ્યાં છે, પણ તે સિવાય નવજીવનમાં કાકાસાહે બનાં પુસ્તકોમાં ‘લોકજીવન’ પણ છે. મૂળ મરાઠીમાં લખાયેલા આ પુસ્તકનું પ્રકાશન પ્રથમ વાર 1935માં થયું હતું. તેનો અનુવાદ ઠાકોરભાઈ દેસાઈએ કર્યો છે. આ પુસ્તક લખાયું ત્યારે તે મહારાષ્ટ્ર-કર્ણાટકની લોકસ્થિતિ, ત્યાંના સમાજસેવકોનું માનસ અને ત્યાંનાં ગામડાંનું લોકજીવન નજર સામે હતાં તેમ કાકા નોંધે છે. ગીતાવિષયક લેખોનો સંગ્રહ ‘જીવનપ્રદીપ’ એટલો જ અગત્યનો છે. ગીતાએ કાકાના જીવનપ્રદીપનું કામ કર્યું છે અને તે આ અનુભવને અન્યોના જીવનપંથમાં પ્રેમળ જ્યોતિનું કાર્ય કરે તેમ ગીતાની દીક્ષા આપવા માગે છે. કાકાનાં અનુવાદિત સાહિત્યમાં રવીન્દ્રનાથ ટાગોરનાં ગદ્યકાવ્યો અથવા તો નિબંધ તરીકે ઓળખાવી શકાય તેવું ‘રવીન્દ્ર-સૌરભ’ પણ સમાવિષ્ટ છે. પેરી બરજ ેસની Who Walk Aloneનો અનુવાદ કાકાસાહે બે કિશોરલાલ મશરૂવાળા સાથે ‘માનવી ખંડિયેરો’ નામે કર્યો છે. પેરી બરજ ેસ રક્તપિત્તથી પીડિત હતા અને તેમણે નવલકથાના સ્વરૂપે આ પોતાની કથા લખી છે. હાલમાં ‘ચિ. ચન્દનને : પૂ. બાપુજીના અને કાકાસાહે બ કાલેલકરના પત્રો’ પ્રિન્ટ ઑન ડિમાન્ડથી પ્રકાશિત થયા છે. ચિ. ચન્દન કાકાસાહે બનાં પુત્રવધૂ તો હતાં જ, પણ તે સાથે તેમની જાહે ર ઓળખ મહિલાઅધિકારના હિમાયતી તરીકે પણ આપવામાં આવે છે. 1938માં ન્યૂયૉર્કની બૉસ્ટન યુનિવર્સિટીમાંથી તેમણે સોશિયોલૉજીની એમ.એ.ની પદવી મેળવી અને ટૂ કં ા સમય માટે ગાંધીજીની નર્સ તરીકે સેવા પણ બજાવી. આ પુસ્તકમાં કાકાના સમૃદ્ધ પત્રસાહિત્યનો પરિચય થાય છે. કાકાસાહે ના ગદ્યસાહિત્યનો પરિચય આટલા શબ્દોમાં કે અંકમાં આપેલાં તેમનાં પુસ્તકોના સંપાદિત અંશોથી ન થઈ શકે, તે માટે વાચકે પોતે કાકાસાહે બના સાહિત્યમાં ડૂ બવું રહ્યું. - સંપાદક 

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

407


પ્રેમનું અમર પુષ્પ

માણસને એના પરિચિત જીવનથી સંતોષ ચલાવ્યું. પણ માણસ મૃત્યુના સકંજામાંથી નથી. કુદરતે જ ે આયુષ્ય બક્ષ્યું છે એના કરતાં એને વધારે જીવવું છે. જીવવાનો અનુભવ અને આનંદ એને એટલા બધા પ્યારા છે. ઇંગ્લૅંડની એક રાણીએ મરવાની ક્ષણે ચીસ પાડી કે કલાક વધારે જીવવાની કોઈ સગવડ કરી આપે તો મારું રાજ એને અર્પણ કરું. જિજીવિષા એ સૌથી બલવત્તર અને સાર્વભૌમ વાસના છે. જીવતા જ રહે વાની સગવડ મેળવવા માટે માણસે ભગવાન પાસે અમરફળની યાચના કરી, દિવ્ય રસાયણની શોધ કરી, સંજીવનીવિદ્યાની ખોજ ચલાવી, દીર્ઘાયુ થવાનો યોગ સાધ્યો. રાજયોગ અને હઠયોગ, ધ્યાન-યોગ અને પૂર્ણયોગ બધું અજમાવ્યું. ચૌદસો વરસ જીવનાર ચાંગદેવની વાર્તા પણ જોડી કાઢી. પોતાના દીકરાઓનું યૌવન ઉછીનું લઈને ભોગ ભોગવનાર સમ્રાટ યયાતિની વાર્તાઓ રચી. સાત ચિરં જીવીઓનું રોજ સવારે સ્મરણ

p 368 | 5.5" x 8.5" | ૱ 200

408

છૂટ્યો નહીં. મૃત્યુ ન ટળ્યું તો ભલે ન ટળ્યું. પણ મરણ પછી શરીર સડતું અટકાવાય ખરું? માણસે એની પણ શોધ ચલાવી. શરીર તેલના હોજમાં ડુબાડી રાખ્યું. મધના તળાવમાં એનો મુરબ્બો કર્યો. જાતજાતના મસાલાઓમાં લપેટી એનાં ‘મમી’ઓ બનાવ્યાં. મુડદારૂપે પણ જો વધારે ટકી શકાય તો ટકી જોવું એટલી જ અબળખા! ત્યારે શું મર્યા પછી નવો જન્મ થતો હશે? કેટલી સુંદર કલ્પના! કેટલું આશ્વાસન અને સમાધાન! ઘાસ ઊગે છે અને સુકાય છે. ફરી વરસાદ થાય એટલે એ ફરી પાંગરે છે. તેવી જ રીતે માણસ પણ ફરી જન્મ લેતો હોવો ન જોઈએ? કઈ રીતે તે આપણે જાણતા નથી. બીજમાંથી ઝાડ ફૂટ ે છે, એનો વિસ્તાર વિસ્તરે છે, અસંખ્ય ફૂલો અને ફળો એના જીવતરને કૃ તાર્થ કરે છે; કોને ખબર હતી કે એ સૂક્ષ્મ બીજમાં એક નવું વૃક્ષ છુ પાયું હતું? પુનર્જન્મની કલ્પના કરી કરીને માણસ થાક્યો. એ કલ્પના એટલી તો બંધબેસતી છે કે એ સાચી તો હોવી જ જોઈએ. પણ એનો પુરાવો શો? પુનર્જન્મનો પુરાવો મળે ત્યારે મળે; પૂર્વજન્મની સ્મૃતિ ધરાવનારી વ્યક્તિઓ મળતી હોય કે ન મળતી હોય; પણ એકબીજામાં ઓતપ્રોત થનાર પ્રેમીઓનો સ્નેહ જ્યારે અપત્યરૂપે પ્રગટ થાય છે ત્યારે એ એકનો નહીં પણ બે જણનો સામટો પુનર્જન્મ

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


હોય છે. દ્વૈતમાંથી નવું જ અદ્વૈત પેદા થયું અને જીવન કૃ તાર્થ થયું. મા-બાપ ઘરડાં થતાં જાય છે. એમનું યૌવન ઓસરે છે ને તે જ વખતે તેમનું બાળક તેમના જ ખોળામાંથી ઊતરી યૌવનમાં પગ મૂકે છે અને માતાપિતાને નવા લાવણ્યનો આનંદ આપે છે. માણસને વધારે જીવવું હતું; પોતાનો યૌવનકાળ લંબાવવો હતો; જીવનધારા એને વધારવી હતી; જીવનસૂત્ર ઉત્તરોત્તર તાણવું હતું. સંતતિરૂપે એ શક્ય બન્યું. માણસે એવા પુત્રને જોઈ ધન્યતાના ઉદ્ગાર કાઢ્યા : अंगात्‌ अंगात्‌ संभवसि, हृदयात्‌ अभिजायसे। आत्मा वै पुत्र नामासि; स जीव शरद: शतम्।‌। જીવનૈષણાએ જ અંતે પુત્રૈષણાનું રૂપ ધારણ કર્યું! પતિપત્ની પ્રેમને કારણે એકત્ર આવ્યાં. એકબીજામાં ઓતપ્રોત થયાં. પ્રેમને કારણે એ સહજીવન દિવ્ય બન્યું. પણ નદીના પ્રવાહમાં સંયોગવશાત્ ભેગાં થયેલાં લાકડાનાં બે હાડકાં (કટકા) ક્યાં સુધી સાથે રહી શકે? પાર્થિવ જીવન નશ્વર છે; જ્યારે પ્રેમમય જીવન ઈશ્વરી છે. પાર્થિવ જીવન નષ્ટ થયા પછી પણ એ પ્રેમજીવન—એ દિવ્ય જીવન કેમ ટકાવાય? પ્રજાતન્તુ દ્વારા એ પાર્થિવ જીવન પણ અખંડ તો ચલાવી શકાય. પણ શું એ એક જ ઉપાય છે? શાહજહાન ને મુમતાઝબેગમ એકબીજામાં ઓતપ્રોત થયાં. શાહજહાન જ ેવા સમ્રાટને પામીને મુમતાઝનું પ્રેમસૌંદર્ય કૃ તાર્થ થયું. અને મુમતાઝ જ ેવા રૂપરૂપના ભંડાર અને પ્રેમસરિતાને મેળવીને સમ્રાટનો વૈભવ અને એના હૃદયનો ગંભીર સાગર બંને કૃ તાર્થ થયા. અને કવિઓ પણ કહે વા લાગ્યા કે વિચિત્ર

ઘાટ ઘડનાર વિધાતાએ અંતે એક વાર અનુરૂપને અનુરૂપ સાથી આપી સંસાર મંડિત કર્યો ખરો. પણ પ્રેમને પાર્થિવ શરીર દ્વારા વ્યક્ત કરવા જતાં અમરત્વ ખોવું પડે છે એનો ખ્યાલ શાહજહાન ભૂલી ગયો. સ્વાત્માર્પણ કરતાં કાળ વહ્યો જાય છે એનો ખ્યાલ સરખો મુમતાઝને ન રહ્યો. બંનેએ ઇન્દ્ર સમા ભોગ ભોગવ્યા પણ જીવન ટૂ કં ાવ્યું. એક દિવસ શાહજહાનને ભાન થયું કે પોતાના દેખતાં કરાળ કાળ પોતાની પ્રિયાને ગ્રસે છે. વૈદો અને હકીમો, માંત્રિકો અને ઓલિયાઓ, બધા આવ્યા. માણસની વ્યર્થ આશાઓ તેમણે અજમાવી અને એ બંને પ્રેમીઓને અંતે ખાતરી થઈ કે આખરે તેઓ મર્ત્ય લોકનાં જ રહીશ છે. નિરાશ થઈને મુમતાઝે શાહજહાનને પૂછ્યું કે શું આપણો પ્રેમ પણ એટલો બધો કાચો હશે કે એ કુદરત સામે પણ ટક્કર ઝીલી ન શકે? બંનેની નજર સામે ભોગ અને પ્રેમ વચ્ચેનો ભેદ પ્રત્યક્ષ થયો. પ્રિયકરે કહ્યું કે પ્રેમની ઉત્કૃષ્ટતા અનુભવવા ભોગની મદદ લીધી તે હવે વેર વાળે છે. વિલાસિતાએ જ ે ખોયું તે કળાના કૃ પાપ્રસાદથી પાછુ ં મેળવવાનો પ્રયત્ન કરી જોઈશું. મિસ્ર દેશના લોકોએ શરીરને મસાલામાં લપેટી એ ટકાવવાનો પ્રયત્ન કર્યો. ગ્રીક લોકોએ મૂર્તિવિધાનની કળા પૂર્ણત્વ સુધી પહોંચાડી માણસનું રૂપ અને એનું લાવણ્ય, એની આકૃ તિ અને એનું અધ્યાત્મ વ્યક્ત કરવા માટે સંગેમરમર કોતર્યા. પણ શાહજહાનને એ ભૂલ હવે કરવી ન હતી. પાર્થિવ રૂપ કે માનવી રૂપ કેમ દગો દે છે એનો અનુભવ થયો હતો. એણે વિચાર

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

409


કર્યો કે શુદ્ધ પ્રેમ એટલે આકૃ તિની સર્વભદ્રતા, શુદ્ધ પ્રેમ એટલે ઔચિત્ય, શુદ્ધ પ્રેમ એટલે તપસ્વિતા, શુદ્ધ પ્રેમ એટલે સમૃદ્ધ સંયમ, શુદ્ધ પ્રેમ એટલે પરસ્પરાનુકૂલતા; શુદ્ધ પ્રેમ એટલે વિવિધતામાં વિલસતું અખંડ અજરામર અદ્વૈત. એવા પ્રેમને હં ુ માનવી-કલેવરનું રૂપ ન આપું. એવા પ્રેમને હં ુ અખંડ ધ્યાન, અખંડ ભક્તિ અને નિ:શેષ સ્વાત્માર્પણનું પ્રતીક બનાવું. એણે ધ્યાન ધર્યું. એણે પોતાનો પ્રેમ વિશુદ્ધ ને મૂર્ત બનાવ્યો. એની જ ે મૂર્તિ એના હૃદયમાં પ્રગટ થઈ તેની જ દીક્ષા એણે પોતાના કારીગરોને આપી. પૃથ્વીના પેટમાંથી અસંખ્ય પથરાઓ આવ્યા. માનવી-મન અને હાથ એ પથરાઓ સાથે સહકાર કરવા લાગ્યાં. નાટકના અંકો જ ેમ ગોઠવાઈ જાય છે, પટોળાના તાણાવાણા જ ેમ વણાઈ જાય છે અને એમાંથી ભાત છતી થાય છે તેમ આ પથરાઓ ધીમે ધીમે કોતરાયા અને ગોઠવાયા, અને એ ક્ષણભંગુર કાયામાં ખીલેલા સનાતન પ્રેમની એક અભિનવ મૂર્તિએ જન્મ લીધો. બાળકો ગર્ભમાં નવ માસ રહે છે. આ પ્રેમબાળક કળાધરના ધ્યાનની ગર્ભાવસ્થામાં કોણ જાણે કેટલાં વર્ષો સુધી, કેટલાં તપો સુધી રૂપ ધારણ કરતું હતું. અંતે એ અવતર્યું. શાહજહાનનો આત્મા તૃપ્ત થયો. દુનિયાના પ્રેમીઓને દીક્ષા મળી અને એક સૌંદર્યમૂર્તિનું પ્રાકટ્ય થયું. તાજમહાલને પડખે ઊભી રહી શકે એવી મૂર્તિઓ — સ્થાપત્યકૃ તિઓ — દુનિયામાં નથી

શુદ્ધ પ્રેમ એટલે આકૃતિની સર્વભદ્રતા, શુદ્ધ પ્રેમ એટલે ઔચિત્ય, શુદ્ધ પ્રેમ એટલે તપસ્વિતા, શુદ્ધ પ્રેમ એટલે સમૃદ્ધ સંયમ, શુદ્ધ પ્રેમ એટલે પરસ્પરાનુકૂલતા; શુદ્ધ પ્રેમ એટલે વિવિધતામાં વિલસતું અખંડ અજરામર અદ્વૈત. એવા પ્રેમને હું માનવી-કલેવરનું રૂપ ન આપું. એવા પ્રેમને હું અખંડ ધ્યાન, અખંડ ભક્તિ અને નિ:શેષ સ્વાત્માર્પણનું પ્રતીક બનાવું

એમ નથી. દૂર શા માટે જઈએ? યમુનાને જ પેલે પાર ઇતમાદુદ્દૌલાનો મકબરો કે રોજો છે, તે તાજમહાલથી ઓછો સુંદર નથી. પણ ત્યાં કેવળ સૌંદર્ય જ છે, ઔચિત્ય જ છે; ભક્તિની એકાગ્રતા પણ હશે; પણ તાજમાં જ ે પ્રેમની તાજગી છે તે ત્યાં ન મળે. તાજ માનવીપ્રેમની સ્મૃતિ પણ છે અને પ્રેમની સંતતિ પણ છે. તાજનો વિચાર કેવળ કળાની દૃષ્ટિએ ન કરાય. એનું રહસ્ય તે કાળની સંસ્કૃતિની દૃષ્ટિએ ન ઉકેલાય. પણ ભોગજીવન વિફળ થયા પછી પ્રેમજીવને જ ે એકાગ્રતા સાધી અને જીવનમાં જ ે ન મળ્યું તેની સ્મરણવાટે જ ે સિદ્ધિ સાધી તેના પ્રેમપ્રતીક તરીકે જ તાજનો વિચાર કરવો જોઈએ. પ્રેમનું રહસ્ય જાણવું હોય તો તે યમરાજની બહે ન યમી અથવા યમુનાને કિનારે સ્થિર થયેલા આ અમર પુષ્પ પાસેથી જ જાણી લેવું. 

410

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


સત્ય અને કલ્પના

માટીના વાસણમાં પાણી ઝમે છે. ધાતુના

વાસણમાં પાણી આરપાર જઈ શકતું નથી. ધાતુના વાસણમાં પાણીને રોકવાની જ ે શક્તિ છે તે સાધારણ માટીના વાસણમાં નથી હોતી. સામાન્ય કાચમાંથી પ્રકાશ આરપાર જઈ શકે છે. ધાતુના પતરામાંથી, સ્લેટની તકતીમાંથી, અથવા લાકડાના પાટિયામાંથી સામાન્ય પ્રકાશ જઈ શકતો નથી; જ્યારે ક્ષ કિરણ લાકડાના પાટિયામાંથી સહે જ ે પસાર થાય છે. વીજળીનું પણ એમ જ છે. વીજળી ધાતુમાંથી પસાર થાય છે, પણ કાચમાંથી પસાર નથી થતી. ભીના લાકડા અથવા ભીની હવામાંથી એ સહે જ ે જઈ શકે છે. કોરી હવા અથવા સૂકું લાકડુ ં વચમાં આવે ત્યારે એને મુશ્કેલી પડે છે. આવી રીતે તે તે વસ્તુ અથવા શક્તિ પરત્વે પદાર્થો અનુકૂળ અથવા પ્રતિકૂ ળ હોય છે. લાકડાનું પાટિયું પ્રકાશને રોધક છે; જ્યારે એ જ પાટિયું ક્ષ કિરણો માટે વાહક છે.

p. 260 | 5.5" x 8.5" | ૱ 150

મનુષ્યજીવનમાં ઉષ્ણતા, પ્રકાશ, ધ્વનિ અથવા વીજળી કરતાં અનંત ગણી વધારે મહત્ત્વની શક્તિ એ સત્ય છે. એની ગતિનું શાસ્ત્ર પણ જાણવું જોઈએ. સામાન્ય કાચ પ્રકાશ માટે પરિપૂર્ણ પારદર્શક છે. દૂધી કાચ અપૂર્ણ પારદર્શક છે, જ્યારે સ્લેટની તકતી સાવ અપારદર્શક છે. સત્યની બાબતમાં જીવનની કઈ કઈ વસ્તુઓ સત્યને વિરોધક છે, કઈ વસ્તુઓ વાહક છે, અને કઈ વસ્તુઓ વાહક પણ વિકૃ તિકારી છે એ તપાસવું જોઈએ. બિલોરના ત્રિકોણી કટકા પ્રકાશનું વહન તો કરે છે, પણ એની દિશા ફે રવે છે, અને પ્રકાશના ઘટકોનું પૃથક્કરણ કરી એનું ઇન્દ્રધનુષ પણ બનાવે છે. રં ગીન કાચ, સામી બાજુ ની વસ્તુને બતાવે છે જરૂર, પણ એને પોતાના રં ગથી રં જિત કરી નાખે છે. સત્યને કઈ વસ્તુ ઢાંકે છે, કઈ વસ્તુ વિકૃ ત કરે છે, કઈ વસ્તુ રં જિત કરે છે, કઈ અસ્પષ્ટ કરી નાખે છે અને કઈ વસ્તુ સત્યને છે તેવું વ્યક્ત કરે છે, એ આપણે જાણવું જોઈએ. અને એવી પણ કેટલીક વસ્તુઓ હોય છે, કે જ ે દૂરબીનના કાચની પેઠ ે સત્યને વિશેષ રૂપે સવિસ્તર વ્યક્ત કરી બતાવી શકે છે. સત્યને સંપૂર્ણ રીતે ઓળખ્યા પછી જ સત્યની વાહક અને રોધક વગેરે વસ્તુનો નિર્ણય આપણે કરી શકીશું. સત્યને સંપૂર્ણ રીતે હજી કોઈ ઓળખી શક્યું જ નથી તેથી ભિન્ન પદાર્થો ઉપર એની અસર શી શી થાય છે, એ આપણે બરાબર જાણતા નથી.

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

411


એકાદ વાસણમાં પાણી રે ડ્યું હોય, તો વાસણ ઉપર પાણીની ઝાઝી અસર થતી નથી. જો એ જ વાસણમાં સમુદ્રનું પાણી મૂકીએ, તો તેની વાસણ ઉપર જરૂર અસર થાય. એ જ વાસણમાં સમુદ્રના પાણીને બદલે જો આપણે લીંબુનું કે આંબલીનું પાણી રે ડીએ, અને એ વાસણ જો ત્રાંબાનું કે પિત્તળનું હોય તો એ કટાઈ જાય. સોનાનું વાસણ હોય તો એના પર ખટાશ કે ખારો એકેની અસર ન થાય. સામાન્ય વાસણોમાં તેજાબ નાખીએ તો એને કાણું જ પડે. પણ સોનાના વાસણ ઉપર કોઈ પણ એકલા તેજાબની અસર થતી નથી. અમુક તેજાબ ભેળવીને સોનાના વાસણમાં રાખીએ તો સોનું પણ એમાં ઓગળી જાય, પણ કાચના વાસણ ઉપર એ તેજાબની કશી અસર થતી નથી. પણ કાચને પણ ખાઈ જનાર એક તેજાબ છે. એને હાઇડ્રોફ્લુરિક ઍસિડ કહે છે. એ જબરદસ્ત તેજાબ મીણના વાસણમાં કશું તોફાન કર્યા વિના રહી શકે છે! પદાર્થના ગુણધર્મ કેટલા વિચિત્ર છે! પણ સત્યના અદ્ભુત ગુણધર્મ આગળ પદાર્થના ગુણધર્મ ડૂ લ છે. સત્ય આગળ અજ્ઞાન અને અસત્યનું સરવાળે કશું બળ ચાલતું નથી. સત્ય એ બેને સહે જ ે વીંધી શકે છે. હવે કલ્પના એ વસ્તુ સત્યથી જુદી છે; પણ સત્યને મારક નથી. ઘણી વાર કલ્પના સત્યને ઢાંકી દે છે. પણ તે ક્યાં સુધી? સત્યે પોતાની નજર તીક્ષ્ણ કરી નથી ત્યાં સુધી જ. સૂર્યનારાયણની પેઠ ે સત્યનારાયણ જો પોતાની બારે બાર આંખો ખોલે તો કલ્પના બળીને ભસ્મ થઈ જાય. કલ્પના પાતળી થઈ જાય છે, કંઈક પારદર્શક થાય છે અને 412

ઇન્દ્રધનુષની જ ેમ અનેક રં ગોના વિહાર કરી બતાવે છે. કલ્પના જ ેમ સત્યને વફાદાર રહે વાને બંધાયેલી નથી તેમ જ સત્યનો દ્રોહ કે વિરોધ કરવાનીયે એની ટેક નથી. એ તો એક રમતિયાળ બાળા છે. એને જ ેમ કેળવો તેમ એ સતી કે કૂ લટા થઈ શકે છે. કેટલાક લોકો માને છે કે કલ્પના સત્યની વિરોધી જ હોય છે અને એથી એ બેને કોઈ કાળે બને નહીં. એવા લોકો કલ્પનાથી બચાવવા માટે સત્યને એવું તો નાગું અને રૂક્ષ રૂપ આપવા માગે છે કે એ સત્ય માણસને માટે સત્ય રહી શકતું જ નથી. જ ેમ માણસ કાન વગર સાંભળી ન શકે, આંખ વગર જોઈ ન શકે, તેમ ઘણી વાર કલ્પના વગર જીવન પરત્વેના સત્યનું એ આકલન કરી ન શકે. જો કાન દ્વારા સાંભળવામાં કાંઈ વિકૃ તિ આવતી હોય તો આપણે કાન સુધારવાનો પ્રયત્ન કરીએ; કાન વગર સાંભળવાનો પ્રયત્ન આપણાથી ન જ થાય. આંખમાં વિકૃ તિ હોય તો આંખ સુધારીએ, ન કે આંખ વગર જોવાનો પ્રયત્ન કરીએ. કલ્પનાનું પણ એમ જ છે. સત્યના આકલનમાં જો કલ્પનાની મદદ ન મળતી હોય તો સત્યધર્મી, સત્યવીર ઉપનિષદકારો અને ગ્રીક ફિલસૂફો અને દુનિયાના તમામ ઋષિઓ પોતાને જડેલું સર્વોચ્ચ જ્ઞાન કલ્પના દ્વારા, ઉપમા અને રૂપક દ્વારા, વ્યક્ત કરવાનો આગ્રહ ન જ રાખત. જ્યાં તાર્કિક ભાષા હારે છે, વૈજ્ઞાનિક સૂત્રો અપૂરાં પડે છે ત્યાં સત્યના ઉપાસકો, સૂફીઓ અને ઓલિયાઓ, મિસ્ટિકો અને અતિવાદીઓ હિં મતપૂર્વક કલ્પનાનો આશ્રય કરે છે અને એ રીતે પોતાનો અનુભવ બીજાને આપવામાં ઘણી

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


શકતો પણ નથી. એટલે આપણો એકમાત્ર પ્રયત્ન એ હોવો જોઈએ કે કલ્પના સત્ય પ્રત્યે પારદર્શક રહે . જ્યાં કલ્પના બિલોરી કાચની પેઠ ે સત્યની ગતિ ફે રવી એનું અણછાજતું પૃથક્કરણ કરી નાખે છે ત્યાં પણ એનો ત્યાગ કરવા કરતાં એની સામે એથી ઊલટી બીજી કલ્પના ગોઠવી દઈ પૃથક્કરણને ફરી પિંડીકૃ ત કરી દઈએ અને જ ે દિશા વળી હોય એને પાછી વાળી મૂળ દિશાએ લઈ આવીએ. યંત્રશાસ્ત્રીઓ જાણે છે કે કોઈક કોઈક વાર બે બિલોરી કાચ અનુકૂળ રીતે ગોઠવવાથી એવી તો સગવડ ઊભી થાય છે કે કાચ ન હોય તો તે મળી ન શકે. જીવન એ વસ્તુ જ એવી ગૂઢ છે કે એને ભૂમિતિના નિયમો લગાડીને આપણે આગળ વધી નથી શકતા. ભૂમિતિ સાથે પદાર્થવિજ્ઞાનની પણ મદદ લેવી પડે છે. અંતે એક વિશ્વાસ રાખવો જોઈએ કે જીવન અને સત્ય એ પરસ્પર એટલાં તો દૃઢપણે અને ગૂઢપણે પરસ્પર વફાદાર થશે કે સત્ય અને જીવન એકબીજાનો અનુનય કરતાં હોય ત્યારે કલ્પના ઝાઝી ધાંધલ કરી જ ન શકે. મુખ્ય વસ્તુ છે સત્ય અને જીવન બંને પ્રત્યેની અભેદ દૃષ્ટિ અને વફાદારી.

વાર આબાદ સફળ થાય છે. એક વસ્તુ ખાસ સમજવી જોઈએ તે એ કે સત્ય અસંદિગ્ધ અને નિશ્ચિત હોવા છતાં જીવનધર્મી હોવાથી બહુરૂપી હોય છે. સત્યનાં એ વિવિધ રૂપો ઓળખવાની જ ેની શક્તિ છે એ જ સત્યદ્રષ્ટા થઈ શકે. કલ્પના સ્વભાવે સત્યનિષ્ઠ હોય જ છે એમ ન હોવાથી એની મદદ લેતાં પહે લાં એની મર્યાદાઓ અને એનાં જોખમો જાણવાં જોઈએ. જ ે કવિઓ કેવળ કલ્પનાપરાયણ હોય છે તેઓ મોટે ભાગે સત્યનો દ્રોહ જ કરે છે. કેમ કે કલ્પનાને એક વાર ખબર પડી કે પોતાનાં નખરાંની અમુક માણસ પર અસર થાય છે એટલે એ અનેક જાતનાં નખરાં કરી એને પોતાની પાછળ નચાવે છે. આવા કલ્પનાવિલાસને કારણે પ્રથમ પ્રથમ એ સરસ ફાવી પણ જાય છે પણ અંતે હાંસીપાત્ર બને છે. નરી કલ્પનાના ઉપાસકો આતશબાજીના બાણની પેઠ ે ક્ષણભરની જ્યોતિ બતાવતા ચડે છે અને અંતે ઓલવાઈ જાય છે. ખરાબ રીતે તેમનો અધ:પાત થાય છે. પણ જ ેઓ નક્કરપણે સત્યનિષ્ઠ છે તેઓ કલ્પનાને પોતાને વશ કરી એની પાસેથી ધાર્યું કામ કઢાવે છે. કલ્પનાનો ત્યાગ કરવાની જરૂર નથી. કોઈક કોઈક વાર તો કલ્પનાનો ત્યાગ થઈ 

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

413


ફલશ્રુતિ

रोचनार्था फलश्रुतिः। કોઈ પણ વસ્તુ તરફ धनार्थी लभते धनम्। વગેરેની માલિકા શરૂ

માણસને લલચાવવા ખાતર જ ે ખરાખોટા લાભો બતાવવામાં આવે છે તે ફલશ્રુતિ. બાળકોને ખરા લાભો બતાવીએ તો તે તેમની નજરમાં આવતા નથી. એટલા ખાતર એમને રુચે એવા — ગમે તેવા, સાચાજૂ ઠા — લાભો બતાવવા એ આપણે ત્યાં, અથવા વખતે દુનિયાના બધા જ દેશોમાં, બહુ જૂ નો રિવાજ છે. એમાં સત્યનું કેટલું અપમાન થાય છે એનો વિચાર કોઈ કરતું જ નથી. અને એક વાર અસત્ય કહે વાનું જ નક્કી કર્યું પછી એમાં મર્યાદા શીદ રખાય? અસત્યની માત્રા એ કેફી પદાર્થોની પેઠ ે વધતી જ જાય છે. પણ એમાં જ અસત્યનું ઓસડ રહે લું છે. આપણાં ધાર્મિક વિધિઓમાં અને વ્રતોમાં ફલશ્રુતિની જાણે હરીફાઈ ચાલી છે. આજના જાહે રખબરવાળા જ ે નફટાઈથી જૂ ઠાણું ચલાવે છે, તેટલી જ નફટાઈ જૂ ની ફલશ્રુતિમાં આપણે જોઈ શકીએ છીએ. पुत्रार्थी लभते पुत्रम्।

p. 286 | 4.75" x 7" | ૱ 100

414

થઈ એટલે એનો અંત સહે જ ે આવે જ નહીં, भुक्ति मुक्तिं च विन्दति સુધી પહોંચ્યા વગર રહે વાય કેમ? એ ઢબે જો હિમાલયના પ્રવાસની ફલશ્રુતિ લખવી હોય તો મારે કહે વું જોઈએ કે, આ યાત્રા જ ે કરે તેને ઓછામાં ઓછા સો શતાયુષી છોકરાઓ થશે, તેનું મકાન સોનાનું ચણાશે, ગમે તેટલી વાર પરણે તોયે જુ વાનનો જુ વાન જ રહે શે, સ્વર્ગની અપ્સરાઓ, હિમાલયના સિદ્ધ ગંધર્વો અને સનત્કુમારાદિ નિવૃત્તિશાળી બ્રહ્મચારીઓ એકી વખતે એકસામટા એના ઉપર તુષ્ટ થશે. આવી ફલશ્રુતિને અંતે માણસના કેવા બેહાલ થશે એ વિચારવાનું કામ આપણું નહીં. યાત્રાની જો આટલી ફલશ્રુતિ, તો યાત્રાવર્ણનની ફલશ્રુતિ આથીયે વધારે હોવી જોઈએ. જ ે કોઈ આ યાત્રાવર્ણન વાંચશે તેને અર્થલાભ થશે. જ ે આ વર્ણનનો ગ્રંથ સંગ્રહમાં રાખશે તેના ઘરમાં ચોરો આવે નહીં. જ ે કોઈ પુસ્તક ખરીદીને બ્રાહ્મણોને અને વિદ્યાર્થીઓને — અને આજના જમાનામાં હરિજનોને — મફત આપશે તેના ઉપર ગ્રંથકાર આચાર્ય અને એના પ્રકાશકો હં મેશને માટે સંતુષ્ટ રહે શે, મુસાફરી કર્યા વગર એને યાત્રાનું પુણ્ય મળશે ઇત્યાદિ, ઇત્યાદિ. લાલચ સાથે બીકની જોડી ન હોય તો કામ અધૂરું ગણાય. એટલે જ ે કોઈ આ

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


ચોપડીની નિંદા કરશે, એનાં વચનો વિશે મનમાં શંકા આણશે, તેને ફલાણું થશે, ઢીંકણું થશે. અને ઉપરની ફલશ્રુતિ વિશે જ ે કોઈ મનમાં શંકા આણશે તે તો ઓછામાં આેછા ચાર કલ્પ સુધી રૌરવ નરકે પડી રહે શે. અને જ ે કોઈ આ યાત્રાવર્ણન વાંચીને ફલશ્રુતિનો અધ્યાય છોડી દેશે, वृथा पाठो भवेत्तस्य श्रम एव ह्युदाहृतः। હિં દુ ધર્મ ઉપર ફલશ્રુતિએ જ ે અત્યાચાર કર્યો છે તેટલો નાસ્તિકતાએ પણ કર્યો નહીં હોય. પણ મારે મારા પ્રવાસની ફલશ્રુતિ આથી જુદી જ રીતે આપવી છે. આ મુસાફરી કરવાથી મને શો લાભ થયો એ કહી દઉં અને જ ે કોઈ આ જાતની મુસાફરીઓ કરી જોશે તેને પ્રત્યક્ષ કયા કયા લાભ થવાનો સંભવ છે એટલું કહી દઉં એટલે પત્યું. મારે પ્રથમ કબૂલ કરવું જોઈએ કે, આવી મુસાફરી માટે જ ે પૂર્વતૈયારી હોવી જોઈએ તે મારી પાસે ન હતી. પૂર્વતૈયારી વગર કરે લી પ્રવૃત્તિઓ ઓછામાં ઓછુ ં ફળ આપે છે. કેળવણી એ જીવનની પૂર્વતૈયારી હોવાથી કેળવણીકારને તો દરે ક બાબતમાં પૂર્વતૈયારી પૂરેપૂરી કરવાનું સૂઝવું જ જોઈએ. પણ આજકાલના કેળવણીકારો બીજાને જ ે કેળવણી આપે છે તે પોતાના જીવનમાં દાખલ કરવા જ ેટલી પણ દરકાર રાખતા નથી. મને તો મારા જીવનમાં એક્કે પ્રસંગે પૂર્વતૈયારી બરાબર કર્યાનું સ્મરણ નથી. એટલે આ પ્રવાસની ફલશ્રુતિ હં ુ શું કહં ુ ? હિમાલયની મુસાફરીએ અથવા ઉત્તર તરફની કોઈ પણ મુસાફરીએ ઊપડનારને

હિં દી ભાષાનું કામચલાઉ જ્ઞાન તો હોવું જોઈએ. મારી પાસે એ ન હતું. જ્યાં મુસાફરી કરતા હોઈએ ત્યાંના સ્થાનિક ઇતિહાસ અને સ્થાનિક ભૂગોળની સામાન્ય માહિતી તો માણસને હોવી જોઈએ. એ પણ મારી પાસે ન હતી. યાત્રાએ ઊપડ્યા હોઈએ તો તીર્થક્ષેત્રનું મહાત્મ્ય જ ેવું મળે તેવું માણસે વાંચેલું હોવું જોઈએ. નહીં તો યાત્રાનું અર્ધું કાવ્ય માણસ ખોઈ બેસવાનો. પૂર્વતૈયારીમાં મારી પાસે ઉત્સાહની મૂડી ઠીક ઠીક હતી, શરીર દુર્બળ પણ ખડતલ હતું. વેડફી નાખવા માટે ગમે તેટલો વખત હતો, કશા ઉદ્દેશ વગર જીવન ગાળવાની માનસિક તૈયારી હતી. મને રાંધતાં આવડતું હતું, પાણીમાં તરતાં આવડતું હતું અને એકલા એકલા મનોરાજ્યો સેવતાં આવડતું હતું. કુદરત સાથે એકરૂપ થવા જ ેટલી મનોવૃત્તિ કેળવાયેલી હતી અને નિષ્પાપ પ્રવૃત્તિનું ફળ પણ કાંઈક સાત્ત્વિક જ મળશે એવી શ્રદ્ધા હતી. બીજી મોટામાં મોટી તૈયારી તે પ્રેમાળ મિત્રોનો સાથ. વેદાંતના ગ્રંથમાં કહ્યું છે કે, ભક્તોમાં બે જાતની વૃત્તિ હોય છે: બિલાડીનાં બચ્ચાંની અને વાંદરાનાં બચ્ચાંની. મીંદડીનું બચ્ચું બધી જ રીતે નિરાધાર : આંખો મીંચીને પડી રહે છે અને મનમાં કહે છે કે મારી મા આવશે અને મને ઊંચકીને લઈ જશે. જ્યારે વાંદરીનું બચ્ચું બની શકે તેટલું સ્વાવલંબી હોય છે. પોતાની મા ક્યાં છે, સંકટ કઈ બાજુ એ આવવાનો સંભવ છે ઇત્યાદિ વસ્તુઓ તરફ જાતે જ ધ્યાન રાખે છે અને સંકટ પ્રસંગે વગર કહ્યે ઝટ જઈ માને વળગે છે. માણસમાં આ બંને જાતની વૃત્તિઓ હોય છે. મારામાં પણ એ બંને વૃત્તિઓ યોગ્ય પ્રમાણમાં રહે લી

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

415


હોવાથી એ એક પૂર્વતૈયારીમાં ગણાય ખરું. હિમાલયની યાત્રાએ કોઈ હિં દુ જાય તો એનો મુખ્ય હે તુ ધાર્મિક જ રહે વાનો. હિમાલયનો આપણે બીજી રીતે વિચાર જ કરી શકતા નથી. પણ ધાર્મિક હે તુ એટલે શું? પગ ચાલ્યા, પવિત્ર ગણાતી જમીન ઉપર આપણા શરીરનો ભાર પડ્યો એટલાથી જ આપણે પાવન થઈ જઈએ છીએ એટલી માન્યતા તો હિં દુઓમાં હોય જ છે. એમ ન હોત તો આંધળાં અને બહે રાં લોકો યાત્રાએ ન ઊપડત. કોઈ યુરોપિયન મુસાફર પ્રવાસ કરે છે ત્યારે સુખનાં બની શકે તેટલાં સાધનો સાથે રાખે છે. શરીરનું વજન, શરીરની શક્તિ અને શારીરિક આનંદ વધારવાનો પ્રયત્ન એ પ્રથમ કરવાનો. ફોટો પાડવાની અને ચિત્રો ખેંચવાની સગવડો સાથે રાખી પોતાના સંસ્કારો સ્થાયી કરવા એ મથવાનો. આડુઅ ં વળું જ ેટલું ફરી શકાય તેટલું ફરી બીજાઓએ જ ે નથી જોયું કે જાણ્યું તે જ મેળવવાનો અને કશાકમાં પહે લ કરવાનો એ પ્રયત્ન કરવાનો. ધાર્મિક પ્રવાસમાં આપણે જ ેટલી અગવડો વેઠીએ તેટલું એનું પુણ્ય વધારે . ભોગવિલાસને લીધે કે આળસુ એદીપણાને લીધે શરીર ઉપર જ ે કાટ ચડ્યો હોય તે કાઢી નાખવો એ એક ધાર્મિક સાધના મનાઈ છે. મારે મન આપણા લોકોએ યાત્રાઓમાં તિતિક્ષાનું તત્ત્વ દાખલ કરી યાત્રાને ખૂબ ઊંચે ચડાવી છે. યાત્રીઓમાં જો તિતિક્ષાવૃત્તિ ન હોય, તપોલાલસા ન હોય તો યાત્રાનાં ધામો પવિત્ર ન રહી શકે. અને તે તે સ્થળોનું કુદરતી સૌંદર્ય તો મોળું થયા વગર રહે જ નહીં. કષ્ટ વેઠવાથી, જાતજાતની અગવડો સ્વેચ્છાએ સહન કરવાથી, માણસની 416

શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ભૂખ ઊઘડે છે અને જીવનનો આનંદ સાત્ત્વિક અને વિશુદ્ધ બને છે. વિલાસિતા અને કલાનું વેર હોવાથી તિતિક્ષા દ્વારા જ માણસ રસાસ્વાદની શક્તિ કેળવી અને જાળવી શકે છે. જ ે અમુક રીતે તપસ્વી હોય તે જ કલારસિક થઈ શકે છે. ધાર્મિક લાભોમાં બીજો મોટો લાભ તે સત્પુરુષોનું દર્શન. તીર્થનું મહાત્મ્ય જોઈ સત્પુરુષો ત્યાં જઈ રહ્યાના દાખલા ઓછા છે. કુદરતની ભવ્યતા જોઈ અથવા અમુક પ્રસંગની પવિત્રતા નિહાળી કોઈ સત્પુરુષ ત્યાં જઈને વસે છે અને પછી એ સ્થાન તીર્થની પદવીએ પહોંચે છે. જો અનેક સત્પુરુષો એક જ સ્થાનને દીર્ઘકાળને માટે પસંદ કરે અથવા કોઈ પ્રભાવશાળી વ્યક્તિ એકાદ સ્થાનનું મહાત્મ્ય જોડી કાઢે કે તરત એ સ્થાન મોટુ ં તીર્થ ગણાવા લાગે છે. પછી ત્યાં સાધુસંતો, તપસ્વીઓ અને મુનિઓની અવરજવર રહે છે. દરે ક તીર્થ સાથે જ ે કંઈ પ્રસંગો જોડાયા હોય એ બધા યાત્રીઓને મોઢે જીવતા રહે વાથી, ધર્મજીવન અને ધર્મરહસ્ય એવે ઠેકાણે અનાયાસે જાગ્રત રહે છે. પછી આવાં સ્થાનો સહે જ ે ધાર્મિક વિચારોની આપલે કરનાર સંમેલન જ ેવાં બની જાય છે. લોકોની ધાર્મિક વૃત્તિને લીધે જ્ઞાનની પરબો અહીં અખંડ ચલાવવાની સગવડો ઉત્પન્ન થાય છે. અને પછી ધર્મવિચારોની કસણી પણ ત્યાં ઠીક ઠીક થવા લાગે છે. અનેક લોકોના વિચારો સામસામા અથડાય એટલે એમાંથી અત્યુચ્ચ સમન્વયની દૃષ્ટિ પણ ખીલે છે.

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


મોટાં મોટાં તીર્થોમાં મેં આ ચારે લાભો જોયા છે. ખરા યાત્રાળુઓ સાધારણપણે યાત્રા દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરે જ છે; અને બનતા સુધી જૂ ઠુ ં બોલતા નથી કે કોઈને છેતરતા નથી. આ પણ એક મોટો ધાર્મિક લાભ જ ગણાય. શુદ્ધ જીવનનો આનંદ એક વાર માણસે ચાખ્યો એટલે એ જ જીવન આગળ ચલાવ્યું હોય તો સારું એમ એને થઈ આવે છે. અને કોક કોક વાર માણસ એ સંકલ્પ દૃઢ કરી બેસે છે. ધાર્મિક માન્યતાઓ, લાગણીઓ, રિવાજો અને એનું કાવ્ય, એનું ભંડોળ તો યાત્રાને લીધે માણસમાં વધે જ છે. એટલું જ નહીં પણ, એ બધાંને પરિણામે વિચાર અધિકાધિક ઉદાર થતા જાય છે. મદ્રાસી બ્રાહ્મણ કાશ્મીરમાં જાય અને કાશ્મીરનો પંડિત મહારાષ્ટ્રમાં પહોંચે ત્યારે ચુસ્ત ધાર્મિક ગણાતા લોકો વચ્ચે કેટલો ફે ર હોય છે એ જોઈ ગમે તે ફે રફાર માટે માણસનું મન તૈયાર થઈ જાય છે. અને આવી ઉદારતા એ જ કેળવણીનું મોટામાં મોટુ ં ફળ છે. કેળવણીનાં મુખ્ય ક્ષેત્ર બે : એક માનસશાસ્ત્ર અને બીજુ ં સમાજશાસ્ત્ર. બંને બાજુ એ માણસ જો દૂર સુધી જઈ શક્યો તો એ કેળવાયેલો છે જ. માણસ અંદર ઊતરીને, અંતર્મુખ થઈને, જાતને તપાસીને, માનસશાસ્ત્રમાં ડૂ બકી મારે છે; જ્યારે આસપાસ નિરીક્ષણ કરીને દૂર સુધીનો કાર્યકારણભાવ તપાસીને માણસ જ ેવા માણસ કઈ કઈ રીતે વર્તે છે એનું નિરીક્ષણ કરીને તે સમાજશાસ્ત્ર ઘટાવે છે. અંદર ઊતરીને એ અંતર્યામીને ઓળખી શકે, તો બહાર બધે ફરી વળી એ વિરાટ પુરુષનું

આકલન કરી શકે. અંતર્યામીની પહે ચાન તે અધ્યાત્મશાસ્ત્ર, વિરાટ પુરુષનો પરિચય તે સૃષ્ટિશાસ્ત્ર. બંને મળીને ધર્મશાસ્ત્ર થાય છે. એનું પરિશીલન એ જ ખરી કેળવણી. પ્રવાસનો સદ્ય:ફલદાયી લાભ તે કુદરતી લીલાનું દર્શન છે. ઊંચા ઊંચા પહાડ અને ઊંડી ઊંડી ખીણો, પહોળી નદીઓ અને એથીયે પહોળા પુલિનો. સર્વત્ર ઊગેલાં વૃક્ષો અને એની ઉપરનીચે આશ્રય લેતાં પશુપક્ષીઓ, એ બધું મોટુ ં કાવ્ય છે. જ્યાં પહાડપર્વત નથી અને જમીન ચારે કોર સીધીસપાટ હોય ત્યાં પણ ઋતુ પ્રમાણે નવું નવું સૌંદર્ય જોવાને મળે છે. કોક કોક વાર પાણીનું ટીપું સરખું ન હોવા છતાં કોરા પાણીના પ્રવાહ તડકામાં દોડતા મૃગલાને છેતરી મારી નાખે છે. પણ તેથી મૃગજળની શોભા ઓછી નથી હોતી. અને હવામાં જો ખરે ખર ભેજ હોય તો એકાદ ઇન્દ્રધનુષ્ય અચૂક પોતાનો પ્રભાવ બતાવવાનું જ. અને જો સમુદ્રે દર્શન દીધાં તો ભરતીઓટરૂપી એનો શ્વાસોચ્છ્વાસ આપણું ધ્યાન ખેંચ્યા વગર રહે નહીં. આપણા શ્વાસથી જો આપણું લોહી શુદ્ધ થાય છે તો સમુદ્રની આ ભરતીઓટથી શાની શુદ્ધિ થતી હશે, એવી એવી કલ્પના ઊઠ્યા વગર કેમ રહે ? અને સમુદ્રનાં પતંગિયાં જ્યારે મોજાં પર ડોલે છે ત્યારે હમણાં મોજાંમાંથી ફૂલો ખીલી નીકળશે એવી ઉત્કંઠા જાગે છે. અને જ ેમ સમુદ્રમાં મોજાંને લીધે પાણીનું હૈ યું ઉપરનીચે થાય છે, તેમ જમીન પર પણ કોક કોક વખત એ જ દેખાવો સ્થિર થઈ ગયેલા દેખાઈ આવે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત એ તો નિત્યનૂતન

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

417


કવિત્વની અનંતતા છે. આ ઉભય સંધ્યાની શોભા દેશ પરત્વે બદલાય છે, સ્થાન પરત્વે બદલાય છે, ઋતુ પરત્વે બદલાય છે. ક્ષણે ક્ષણે બદલાય છે, અને વાદળાંની લહે ર પ્રમાણે પણ બદલાય છે. અને વાદળાં? વાદળાં તો અનંત આકાશના ચિરપ્રવાસી યાત્રીઓ. આકાશ બદલાય નહીં અને વાદળાં એક ક્ષણ પણ સ્થિર રહે નહીં. આ બે જણની જોડી વચ્ચે સપડાયેલા સૂર્યને ક્ષણે ક્ષણે નવા ભાગ ભજવવા પડે છે. પૃથ્વી — બહુરત્ના વસુંધરા ગમે તેટલો વૈભવ બતાવે તોયે ઓછો જ છે એમ સિદ્ધ કરવાને માટે જ આ વાદળાંઓ હં મેશાં મથતાં હોય છે. જો આ વાદળાં સાથે હરીફાઈ કરવાનું કોઈને મન થતું હોય તો તે હિમાલયના બરફના ઢગલાને પણ હિમાલયના પહાડ કરતાંયે મોટા મોટા પહાડો ગમે તે ઠેકાણે ઊભા કરી આ વાદળાંઓ હિમાલયના બલ્કે પૃથ્વીના ગર્વનું હરણ કરે છે. ફરક એટલો જ કે, પહાડ ઉપર નાનાંમોટાં અસંખ્ય વૃક્ષો ઊગે છે જ્યારે વાદળાં ઉપર તો બીજાં વાદળાં જ ઊગે છે. મુસાફર ગમે તેટલો ફરતો હોય અને ગમે તેટલો વિરક્ત હોય, તોયે એને પોતાનું પેટ સાથે લઈને ફરવું પડે છે. તેથી બપોરે ભૂખનો વખત થાય ત્યારે અતિથિશીલ ઝૂંપડીનું કાવ્ય એને સૌથી વિશેષ આકર્ષક જણાય છે. એમ પણ ગામડાંનાં ઝૂંપડાંઓ આકર્ષક તો હોય જ છે. ઝૂંપડાં, જાનવરની કોઢ, ખેતી અને જાતજાતની ક્રિયાઓ, વણકર, કુંભાર, સોની, સુથાર, લુહાર વગેરે કારીગરોના પથરાયેલા ધંધાઓ, બધું જ અલગ અલગ અને મળીને મોટુ ં કાવ્ય હોય છે. નદીનું કાવ્ય એક જાતનું 418

તો એના પરના પુલનું કાવ્ય જુદી જ જાતનું હોય છે. યાત્રાવાસથી આમ રખડતો રખડતો માણસ કુદરતની વિવિધ રં ગની લીલા જ ેમ જોઈ શકે છે, તેમ એને વિવિધ લોકદર્શન પણ થાય છે. દરે ક ઠેકાણેની ભાષા જુદી, રિવાજો જુદા, મકાનોની બાંધણી જુદી, પહે રવેશ જુદા. આ ભેદ પાછળ કઈ સગવડો રહે લી છે, કયા આદર્શો કેળવાયા છે એ જો માણસ તપાસે, તો એને કીમતી કેળવણી મળ્યા વગર રહે નહીં અને જ ેમ જ ેમ એ ઊંડો જતો જાય તેમ તેમ એ વિવિધતાના મૂળમાં એક સાર્વભૌમ એકતા એને જણાઈ આવે છે. અને એક જ મનુષ્યહૃદય કેટલી રીતે વિકસે છે એ જોવાનો જ વિશેષ આનંદ હોય છે. લોકજીવન એટલે મનુષ્યજાતિની જાડી બુદ્ધિની સૂક્ષ્મતા. કુદરત બદલાઈ કે માણસને પોતાની આદતો બદલ્યા વગર છૂટકો નથી. માણસ વિચાર કરવાની ના પાડે તોયે રોજની અથડામણ એને કોક દિવસે જરાક જરાક વિચાર કરતો કરી મૂકે છે, અને જ ે કામ બુદ્ધિ ન કરે તે કાળ કરી આપે છે. આવી રીતે દીર્ઘકાળની સફાઈને લીધે જ ે મનુષ્યજીવન ઘડાયું હોય છે એની સ્વાભાવિક મોહકતા નજરે ચડ્યા વગર રહે તી નથી. અને લોકસ્વભાવમાં એ બધું યથાર્થ રીતે ઊતરે લું હોવાથી એમાં લોકો એક જાતનું સ્વાસ્થ્ય પણ અનુભવે છે. એકાએક આવેલી શ્રીમંતાઈ જ ેમ માણસને અડવી અડવી લાગે છે એવી આ સંસ્કૃતિ નથી હોતી. તેથી એ સાદાઈમાં અસાધારણ ગૌરવ હોય છે. અને એ બધી લોકસંસ્કૃતિના નવા નવા પ્રકારોને

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


એમના સ્વાભાવિક વાતાવરણમાં જઈને તપાસવામાં મળતી કેળવણીનું મૂલ્ય કોણ આંકી શકે? આપણા દેશમાં લખાણોમાં જ ેટલો ઇતિહાસ સંગ્રહે લો નથી તેટલો આપણા જીવનમાં છે. તેથી યાત્રાપર્યટનમાં ઇતિહાસદર્શન પણ થાય જ છે. તેમાં વળી હિમાલયનો પ્રદેશ તો ભારતવર્ષનો પ્રાંતદેશ છે. અહીં સંસ્કૃતિનાં અને ક્રાંતિનાં કેટલાંય મોજાં આવીને શમ્યાં હશે. કુ રુપાંચાલોની સંસ્કૃતિથી માંડીને કર્નલ યંગ હસબન્ડના હુમલાથી હે બતાઈ ગયેલા તિબ્બતી લોકોની આજની સંસ્કૃતિ સુધી બધી વસ્તુઓના ભણકારા અહીં એકસામટા જોવા મળે છે. આ તરફ આપણું ધ્યાન ખેંચી ભગિની

નિવેદિતાએ હિં દુ સમાજ ઉપર મોટો ઉપકાર કર્યો છે. ભૂરચનાની દૃષ્ટિએ અને ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ પણ હિમાલયના પ્રવાસમાંથી ઘણું જાણવાનું મળે છે. હિમાલય આડો પડ્યો ન હોત તો રશિયા અને ચીનના ઠંડા પવનો અને ત્યાંની આકરી સંસ્કૃતિ, બંનેનો આપણા પર હુમલો થયો હોત. ગંગા નદી ન હોત તો જ ેમ આપણી જાહોજલાલી ન જ હોત, તેમ જ જો હિમાલય ન હોત તો હિમાલય જ ેવડી ઉત્તુંગ આર્યસંસ્કૃતિ પણ અહીં ન જ ખીલત. દેશનો આત્મા અને દેશનું વિરાટ સ્વરૂપ, બંનેનું એકીસાથે દર્શન કરવા માટે યાત્રા એ જ એક અમોઘ સાધના છે. 

ગાંધીજીનું વાક્ય તે કાકાનો નાનકડો લેખ કાકા ‘દત્તાત્રેય’ છે. તેમણે દત્તાત્રેયથી વધારે નહીં તો ઓછા ગુરુઓ તો નહીં કર્યા હોય એવી મારી ધારણા છે. તે ગમે તેમ હો, પણ તેમના અંતિમ ગુરુ કે ઉપાસ્ય ગાંધીજી છે. ગાંધીજી અને કાકા વચ્ચે ઘણી બાબતોમાં ઘણું અંતર છે, એ કહે વાની જરૂર ન હોય; પણ પ્રસ્તુત ‘ધર્માનુભવની સ્મરણયાત્રા’ અને બીજી ‘સ્મરણયાત્રા’ તે એક રીતે કાકાસાહે બની આત્મકથા જ છે. ગાંધીજીએ આત્મકથા આપી જગતને મુગ્ધ કર્યું છે, કાકાસાહે બે આત્મકથા આપી આબાલસ્ત્રીજન ઉપરાંત વિદ્વાનોને અને સાક્ષરોને પણ આકર્ષ્યા છે, તૃપ્ત કર્યા છે. ગાંધીજી જ ે કહે વું હોય તે સીધેસીધું કદી દે. મૂર્તિ વિશે શું વિચારે છે અને શું વિચારતા, એવી કોઈ બાબત વિશે કહે વું હોય ત્યારે કાકાસાહે બ કાવ્યકલ્પના દ્વારા તે નાનકડી દેખાતી ઘટનાને ખૂબ ફુલાવી, વિકસાવી અને મનોરમ તર્ક અને આસપાસના અનુભવોના રં ગ પૂરી રજૂ કરે છે. એટલે ગાંધીજીનું એક વાક્ય તે કાકાસાહે બનો એક નાનકડો લેખ બને. વિદ્વાનો અને સાક્ષરોને ‘आम्रोऽस्ति’ એ વાક્ય સંતોષ નથી આપતું; જ્યારે તે જ અર્થનું‘सहकारतरुर्विलसतितरां पुरस्तात्’ એ વાક્ય આકર્ષે છે. પં. સુખલાલજી

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

419


दैनिक चिंतन

‘અબુદ્ધિનું સામ્રાજ્ય’ આ દેશમાં નાનામોટા, સારાનરસા ગુરુઓ ઘણા થઈ ગયા. દર જમાનામાં એમનો રાફડો ફાટ્યો જ છે. બધા જ સમાજને કહે , ‘અમારી વાત માનો. तुम्हारा भवबंध कट जायेगा।’ બુદ્ધ ભગવાન એક એવા ગુરુ નીકળ્યા જ ે કહે , ‘હં ુ કહં ુ છુ ં માટે નહીં માનતા. સમજો, વિચારો અને જ ે ગળે ઊતરે તે અમલમાં મૂકો. आत्मदीपो भव |’ ગૌતમ બુદ્ધના શિષ્યો એમને રસ્તે ન ચાલ્યા. એમણે તો ગુરુપરં પરા ચલાવી. ‘આંખ મીંચીને ગુરુવચન સ્વીકારો. જવાબદારી ગુરુની છે.’ આજ ે આખું રાષ્ટ્ર કહ્યાગરું થયું છે. એથી અકળાય ત્યારે ગમે તેમનું સાંભળી તોફાન કરવા તૈયાર થાય છે. પરિણામે દેશમાં ‘અબુદ્ધિનું સામ્રાજ્ય’ ચાલે છે. હવે આવા આ દેશમાં લોકોને પોતાના રાજ્યકર્તા પસંદ કરવાનો અધિકાર મળ્યો છે. લોકો નથી ઓળખતા પોતાની જવાબદારી એ તો મુશ્કેલી છે જ; ઉપરાંત જવાબદાર લોકોને

p. 226 | 5.5" x 8.5" | ૱ 200

420

ઓળખી એમને જ પસંદ કરવાની યોગ્યતા પણ જનતા રાખતી નથી. બધે આંધળું ખાતું ચાલે છે. આશા રાખી હતી કે ચૂંટણીઓ દ્વારા જનતા કેળવાશે. અનુભવ થયો છે કે હરએક ચૂંટણી સાથે લોકોનું ચારિત્ર્ય બગાડાય છે. હવે તો અચૂક સ્વાર્થી, મહત્ત્વાકાંક્ષી અને એક જ કુ શળતાવાળા લોકો ચૂંટાય છે. તે કુ શળતા કઈ? લોકોના વોટ મેળવવાની. ચૂંટાયેલા નેતા રાજ્યકર્તા બને છે, પણ રાજ્ય ચલાવે છે જૂ ની અનુભવી નોકરશાહી. એ બગડે એટલે પતી ગયું. બધે અંધકાર!! ‘સાર્વભૌમ લોકલાજ’ ધર્મ શું કહે છે? રાજસત્તા શું કહે છે? તે તે વિષયના વિજ્ઞ શી સલાહ આપે છે? એનો વિચાર દરે ક માણસને કરવો જ પડે છે. પોતે જ ે જીવન જીવે છે એની ચર્ચા પણ લોકો અખંડપણે કર્યા જ કરે છે. તેથી જ કહ્યું છે, વાણી એ જ મનુષ્યજીવનની વિશેષતા છે. સામાજિક વાર્તાલાપમાં અને જાહે ર ભાષણોમાં સરકારી કાનૂનોની વ્યવસ્થા, ધર્મગ્રંથોની આજ્ઞાઓ અને તદ્વિદોની સલાહ — આની જ વાત મોટે ભાગે ચાલે છે. છતાં લોકો કાનૂનની ઉપેક્ષા વખતે કરશે; ધર્મની આજ્ઞા બહે રા કાનથી સાંભળશે; તદ્વિદોની શિખામણની અવગણના કરશે પણ ‘સમાજ શું કહે છે’ એની ચિંતા દરે ક માણસના મનમાં સર્વોપરી હોય છે. સમાજની અપેક્ષા સાચી પાડવા માટે માણસ કરજમાં ડૂ બી જશે, અન્યાય કરશે, કષ્ટ વેઠશે, પોતાનો અને પોતાના વંશજોનો સર્વનાશ કરશે, પણ સમાજ સામે થવાની અથવા સમાજનો અણગમો વહોરી

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


લેવાની હિં મત એ નહીં કરે . ત્યારે શું અંતરાત્મા ભગવાન કરતાંયે સમાજ મોટો? વંશસમન્વય કે મિલન આપણે ગફલતમાં હતા ત્યારે પશ્ચિમના ગોરા લોકોના સંબંધમાં આવ્યા. તેઓ પુરુષાર્થી, પ્રચંડ જિજ્ઞાસુ અને સામી પ્રજાને રગરગ ઓળખનારા. તેમણે રાજ્ય કર્યું. આપણને નિચોવ્યા. થોડી કેળવણી આપી. પણ આપણાથી અળગા રહ્યા. — પોતાની શ્રેષ્ઠતાના અભિમાનને કારણે હવે પશ્ચિમના લોકોની તુમાખી ઓછી થઈ છે. અભિમાન ઓસર્યું છે. પણ કૌશલ્ય ઓછુ ં નથી થયું. આ બાજુ આપણે પગભર થયા છીએ. એમની કેળવણીનું મહત્ત્વ વધુ સમજવા લાગ્યા છીએ. હવે સંભવ છે આપણે અળગા રહી શકીશું નહીં. વંશસમન્વયનો જમાનો શરૂ થયો છે. ભારતમાં આપણે હા-ના કરતાં વંશસમન્વય ખૂબ અજમાવ્યો છે જ. હવે આખી દુનિયા એ અજમાવશે. અेમાંથી શું શું નીપજવાનું છે, અંદાજ આવતો નથી. નવી સંસ્કૃતિ જન્મ લેશે? ઉત્તર અને દક્ષિણ યુરોપ વચ્ચે વંશભેદ છતાં ઈસાઈયતને કારણે અને એક સંસ્કૃતિને કારણે એક થઈ શક્યાં. અમેરિકન અને જાપાની મનેકમને ઓતપ્રોત થવાની તૈયારીમાં છે એમ મને તો લાગે છે. ગોરા અને આફ્રિકન મિલન સહે જ ે નહીં થાય. તે પહે લાં ભારતનું અને ગોરાઓનું સાંસ્કૃતિક અનુકૂલન પેદા થશે એમ લાગે છે. જીવનવ્યાપી સહયોગ ‘સહયોગ’ ખરે ખર એક મહાન યોગ છે. માણસ એકલો સાધના કરે એની વાત જુદી. અનુભવ થયો છે કે માણસનું મન એકલાનું મન નથી. માણસના મનમાં કેટકેટલી વ્યક્તિઓ

જાગ્રતપણે કામ કરે છે અને મનનો કબજો લે છે. જ્યારે એ જ મનમાં કેટલીક વ્યક્તિઓ સૂતેલી હોય છે. સૂતેલી શું, છૂપી રીતે દબાયેલી રહી લાગ જુ એ છે. તક મળતાં જ ઉપર આવી મનનો અને જીવનનો કબજો લે છે. આપણે આ સ્થિતિથી ટેવાયેલા છીએ. તેથી જ એ મૂંઝવણથી અકળાતા નથી. રાજ્યશાસનમાં અધિકાર મેળવવાની હરીફાઈ કરતાં આ હરીફાઈ જરાયે ઓછી નથી હોતી. એક મનમાં કેટલી બધી વ્યક્તિઓની હરીફાઈ!! પણ એ જ છે વિચિત્ર આંતરિક સહયોગ. ત્યારે કૌટુબિ ં ક જીવનમાં અને સામાજિક જીવનમાં જ ે સહયોગ કરવાનો હોય છે તેમાં તો બે જણના અથવા અધિક લોકોના આંતરિક જીવનનો સહયોગ ચલાવવો પડે છે. એમાંયે દાંપત્યજીવનનો સહયોગ જીવનવ્યાપી અને સતત ચલાવવો પડે છે. એ સાધના અસાધારણ હોય છે. એ જ સાધના જો ઉભય પક્ષે મુક્તિની હોય તો પછી પૂછવું જ શું? ઈશ્વરે એવો આદર્શ આપણી આગળ મૂક્યો છે તો વિશ્વાસ રાખવો કે એની શક્તિ પણ આપણને ભગવાન આપશે અને એનો આનંદ પણ આપણને મળશે. આવા છીએ આપણે પગ ચાલવા માટે નથી; કાં તો ઊભા રહે વા માટે છે, અથવા પલાંઠી વાળવા માટે. આંગળાં કામ કરવા માટે કે લખવા માટે નહીં, પણ ધમકાવવા માટે છે. એ જ રીતે હાથ કેડ ે રાખવા માટે છે, અને ચલાવવા માટે છે જીભ. એ તો અખંડ ચલાવીએ. અને ભેજુ ં તો નછૂટકે જ ચલાવીએ. સંગીત સાંભળવા બેઠા; તે ધ્યાનપૂર્વક સાંભળીએ તો એ કળા આવડી જાય. પણ મફતનું ધ્યાન કોણ આપે? વખત ભલે જાય. ધ્યાનપૂર્વક

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

421


સ્વતંત્ર હોવાનો અને રાજદ્વારી દોષો તરફ આંખ આડા કાન કરે છે. ત્યારે પરિસ્થિતિ સુધારશે કોણ? જવાબ સ્પષ્ટ છે, સ્વતંત્ર ચિંતકો. સ્વતંત્ર ચિંતકો આજ ે પ્રતિષ્ઠા ભોગવતા નથી. પણ આવતી કાલ એમની છે. એમણે નિર્ભયતાથી આગળ વધવું જોઈએ. પ્રયોગપરાયણતામાં જ પ્રાણ છે જીવનમાં સાચી અને તેજસ્વી સફળતા મેળવવી છે ને? તો પ્રયોગપરાયણ બનો. જાતજાતના પ્રયોગો કરી જીવન સુધારતા જાઓ. તેમ કરવાની હિં મત, ધીરજ અથવા સૂઝ ન હોય તો પ્રયોગપરાયણ લોકોના અનુયાયી બનો. ‘જૂ નું તે સોનું’ કહીને પ્રાચીન લોકોનાં વચનોને આધારે જીવો મા. પશ્ચિમના લોકોની નિંદા પણ કરીએ અને એક એક વસ્તુમાં એમને આધારે જીવીએ, એ શોભાસ્પદ નથી. આપણા પૂર્વજોમાંથી કેટલાક પ્રયોગપરાયણ હતા. એમણે નવી નવી વસ્તુ શોધી કાઢી શાસ્ત્રો રચ્યાં. આપણે એમને સર્વજ્ઞ કહી એમની પાછળ ચાલ્યા. કાળે કરીને એ શાસ્ત્રો કાલગ્રસ્ત અને વાસી થયાં અને આપણે જડ થયા. બીજા કેટલાક પૂર્વજો યોગપરાયણ થયા. એમણે પણ યોગવિદ્યામાં પ્રયોગો ચલાવ્યા અને શાસ્ત્રો રચ્યાં (એ એમનો ગુનો). શાસ્ત્રો બન્યાં એટલે શોધખોળ અટકી ગઈ અને શાસ્ત્રોનો અર્થ કરવા પાછળ જ બુદ્ધિ વપરાઈ. શાસ્ત્રાર્થ શબ્દનો જ અર્થ થયો, શાબ્દિક ચર્ચા અને શબ્દછળ. વાક્‌પટુ લોકો સભા-જય કરે પણ સમાજ પ્રગતિ ન કરે . આમાંથી હવે ઊગરી જવું છે.

સાંભળવું, વિચારપૂર્વક યોજના કરવી, ચીવટપૂર્વક જરૂરી વસ્તુ યાદ કરવી એ બધાં પરિશ્રમનાં કામો: પરિશ્રમ ટાળવો એ જ તો મહાસુખ છે. દુ:ખ ટળે તો સારું, પણ પરિશ્રમ તો ટાળવો જ જોઈએ. શરીરનાં ગાત્રો બેઠાં બેઠાં અકળાય તો થોડા આંટા મારીએ. ભેજુ ં નવરાશથી અકળાય તો પાનાં રમીએ. પણ ઉપયોગી કામ બનતા સુધી ન કરીએ. જવાબદારી ટાળવી, કોઈને બનતા સુધી ઉપયોગી ન થવું. અને જ ેમ બને તેમ વખત હાંકી કાઢવો આ છે મધ્યમ વર્ગની સંસ્કૃતિ. તેથી જ મજૂ રવર્ગને હદબહાર કામ કરવું પડે છે. તેમને આપણે મહે નતાણું ઓછામાં ઓછુ ં આપીએ, જ ેથી એ પણ હરામ હાડકાંના થઈ જાય. આ છે આપણી આજની નિષ્ઠા. હવે સ્વતંત્ર ચિંતકોનો વારો છે આખા દેશમાં અને દરે ક પ્રદેશમાં રાજદ્વારી પ્રવૃત્તિઓનું દેવાળું નીકળતું જાય છે એ એક રીતે સારું જ છે. આ આખો પ્રતાપ ચૂંટણીનો છે. છીછરા સમાજમાં બેજવાબદાર અને જડ લોકોના હાથમાં મતદાનનો અધિકાર પહોંચ્યો છે. રાજદ્વારી નેતાઓ સ્વાર્થવશ એમને ‘કેળવે’ છે, પણ તે છીછરી અને અવળી રીતે. સંસ્કારિતાનો લોપ થતો જાય છે. સાથે સાથે રાષ્ટ્રીય એકતાનું પણ ખૂન થાય છે. સ્વતંત્રતાની ભૂખ હજી છે પણ એ ક્યાં સુધી ટકશે એ કહે વાય નહીં. આવી સ્થિતિમાં આપણા રચનાત્મક કાર્યકર્તાઓ જનતાને સાચી કેળવણી આપી શકે પણ તેઓ દહાડે દહાડે અધિકારી નેતાઓના ઓશિયાળા થતા જાય છે. એટલે ડોળ કરે છે 

422

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


ઓતરાતી દીવાલો

થોડા જ દિવસમાં ફાંસીખોલીમાં મારી બદલી કે પછી ‘ઓરતો’માં આવેલી નવી સ્ત્રીઓ

થઈ. ફાંસીખોલી એટલે ફાંસી દેવાની જગા પાસે જ આવેલી, ફાંસીની સજાવાળા કેદીઓને રાખવાની આઠ ઓરડીઓ. સાબરમતી જ ેલમાં આ જગા સૌથી સરસ ગણેલી હોઈ સ્વામી, વાલજીભાઈ, પ્રાણશંકર ભટ વગેરે ભાઈઓને અહીં રાખવામાં આવ્યા હતા. સ્વામી તો ગાંધીજીવાળી ઓરડીમાં જ રહે તા હતા. મને અહીં કદાચ વધુ વખત ન રાખે એ શંકાથી સ્વામીએ આગ્રહપૂર્વક ગાંધીજીવાળી ઓરડી મને રહે વા આપી. ઊંચી દીવાલની પેલી પાર ઓરતોની જગા હતી. ફાંસીમાં અહીં આવીને હં ુ એક રીતે પસ્તાયો. દીવાલની પેલી પાર આખી બપોર બૈરાંઓ કપડાં ધુએ, તેમનાં છોકરાં રુએ, અને અધૂરામાં પૂરું દશ/પાંચ સ્ત્રીઓ ઝઘડાનો પ્રવાહ અખંડ ચલાવે. જ ેલની મુસીબતો વેઠવા હં ુ તૈયાર હતો. પણ આવો કાબરકલહ સાંભળવાની તૈયારી કરી ન હતી. પણ બેચાર દિવસમાં કાન ટેવાઈ ગયા તેથી,

p. 72 | 5.5" x 8.5" | ૱ 50

જૂ ની થઈ ગઈ તેથી, ઝઘડા પ્રમાણમાં શાંત પડ્યા એમ લાગ્યું. * ફાંસીખોલીમાં આવતાંવેંત બે બિલાડીઓની દોસ્તી થઈ. એકનું નામ ‘ફોજદાર’ હતું, બીજીનું નામ ‘હીરા’. રોજ ઇસ્પિતાલમાંથી આ બિલાડીઓને નવટાંક દૂધ મળવાની ‘ખાનગી વ્યવસ્થા’ હતી. ખાનગી વ્યવસ્થા એટલે દાક્તર કે જ ેલરના હુકમ વગર થયેલી અને ચાલતી આવેલી વ્યવસ્થા. જ ેલખાતામાં એવી ઝીણી ઝીણી ઘણી વ્યવસ્થાઓ હોય છે. કેદીઓ તેમજ તેમના ઉપરી નોકરો બધા જ માણસ હોય છે, એટલે હૃદયવિહીન નિયમોનું પાલન કરતી વેળા જ ેમ તેઓ તેમાં ઘણી વાર કઠોરતા ઉમેરે છે તેમ કેટલીક વાર દયાનું મિશ્રણ પણ કરે છે. સવાર-સાંજના રોટલા આવે કે તરત જ અમારે ત્યાં તેના ત્રણ-ચાર કકડા દૂધમાં પલાળી બિલાડીઓ માટે એક ખૂણામાં રાખવામાં આવતા. કોક દિવસ ભૂખ કકડીને લાગી હોય ત્યારે બિલાડીઓ વૉર્ડરના પગ સાથે નાક ઘસી ઘસીને તેને વીનવે, અને કોક દિવસ વળી ખાવાનું પાસે મૂક્યું હોય તોપણ પહોરવાર સુધી જોયા જ કરે અને ભર્તૃહરિના હાથીની પેઠ ે धीरं विलोकयति चाटुशतैश्च भुंक्ते. આ બે બિલાડીઓમાંથી ફોજદારની પૂંછડી બરાબર મધ્યમાં લગભગ તૂટવા આવી હતી — રોગથી કે કંઈ જખમથી

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

423


તે કોણ કહી શકે? દાબડેબાપા એક દિવસ ઇસ્પિતાલમાં ગયા ત્યારે ત્યાંથી મલમ લઈ આવ્યા. તે દિવસથી રોજ ફોજદારની માવજત થવા લાગી. પણ બાપા તેની પૂંછડી પકડીને મલમ લગાવે તે સ્થિતિ બિલાડીને પહે લે દિવસે સ્વમાનને બાધક જણાઈ. તેણે સૌમ્ય ને આકરા બધા નિષેધો વ્યક્ત કર્યા, પણ બીજા જ દિવસથી ફાયદો લાગવાથી તેણે ઍન્ડ્રોક્લિઝના સિંહની વૃત્તિ ધારણ કરી. * હં ુ પાછળ કહી ગયો કે દાબડેબાપા કર્ણાટકી બ્રાહ્મણ હતા. મરચાં વિના તેમને ચાલે નહીં. જ ેલના ખોરાકમાં મરચાંની અછત તો હોતી જ નથી. છતાં બાપાનું તેટલાથી નભતું નહીં. તેમણે આંગણામાં મરચીના ખાસા છોડ વાવ્યા હતા. તેમાંથી તેમને રોજ દોથોએક મરચાં તાજાં તાજાં મળતાં. તેમણે મને કર્ણાટકી જાણી મરચાં ખાવાનો આગ્રહ કર્યો. મેં જ્યારે કહ્યું કે હં ુ મરચાં ખાતો નથી ત્યારે નિરાશ થઈ બોલ્યા, ‘ત્યારે તો સાવ ગુજરાતી બની ગયા! અરે , મરચાં ન ખાય તે કર્ણાટકી શાનો?’ આ આરોપ મારે કબૂલ રાખ્યે જ છૂટકો હતો. પછી હોળીના દિવસ આવ્યા. બપોરે પોલીસ કે મુકાદમ ઘોડી પર બેસી ઊંઘતો હોય તેવામાં દાબડેબાપા આંગણાના દરવાજામાંથી છટકી પાછળના ખેતરમાં જાય અને ત્યાંથી સુકાઈ ગયેલાં ડાળીઝાંખરાં ભેગાં કરી લાવે. થોડા જ દિવસમાં બળતણનો એક નાનોસરખો ઢગલો થયો. હોળીને દિવસે સુપરિન્ટેન્ડેન્ટ આવી ગયા બાદ આંગણામાં રીતસર હોળી પ્રગટાવી શંખનાદ સાથે તેમણે ત્રણ પ્રદક્ષિણા કરી, અને કારાવાસમાં પણ 424

હિં દુ ધર્મને જીવતોજાગતો રાખ્યો! હોળી સળગાવવા માટે દેવતા ક્યાંથી આણ્યો એ મેં તેમને પૂછ્યું નહીં, કેમ કે હં ુ જાણતો હતો કે એ ‘ખાનગી વ્યવસ્થા’ હતી. ફાંસીખોલીમાં અમને બીજા નવા દોસ્તો મળ્યા અને તે વાંદરાઓ. વાંદરાઓ જ ેલની અંદરના બગીચામાં ખૂબ રં જાડ કરે છે, તેથી જ ેલના અમલદારો તેમના તરફ ‘નફરત કી નિગાહ સે’ જુ એ છે, અને તે જ કારણસર કેદીઓને વાંદરાઓ પર ખૂબ ભાવ હોય છે. અમારા ઝાડુવાળાને આનું કારણ પૂછતાં તેણે કહ્યું, ‘અમારી છાતી ફાટી જાય ત્યાં સુધી પાણી ખેંચી ખેંચીને અમે શાક ઉગાડીએ છીએ અને અમારે ભાગે તેમાંથી ફક્ત ઘરડાં પાંદડાં ને ડાંખળાં જ આવે છે. અસલી માલ તો અમલદારો ખાય છે અથવા કમિટીમાં આવનાર વિઝિટરો લઈ જાય છે. ઇતવારને દિવસે ધર્મનું ભાષણ સંભળાવવા પેલા બે જણા આવે છે તે પણ શાકભાજી માટે જ આવે છે એ શું અમે નથી જાણતા?’ મેં એને સમજાવવા પ્રયત્ન કર્યો કે એ મહાશયો બજારમાંથી પણ શાક ખરીદી શકે છે. પણ પેલો મારું માને જ શેનો? વાંદરા આવે કે કેદીઓ ખુશીમાં આવી એમના જ ેવી કિકિયારી કરે અને પોતાના રોટલામાંથી એકાદ ટુકડો તેને ફેં કતાં પણ અચકાય નહીં. અમારે ત્યાં વાંદરાઓ બહુ પાસે ન આવતા. દીવાલ પર બેસી લાંબી પૂંછડી એક બાજુ લટકતી રાખી, ડોક મરડી, ખભા પરથી અમારી તરફ જોતા, અને જાણે પાડ કરતા હોય તેમ સહે જ દાંત પણ બતાવતા. અમે રહે તા હતા તેની બહાર મોટી દીવાલોનો ખૂણો પડતો હતો. વાંદરાઓ એ ખૂણા પાસે

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


દિશામાં જ ડાબી બાજુ એ ઊગે અને જમણી બાજુ ડૂ બકી મારે . * આઝાનને અંગે મુસલમાન ભાઈઓ જોડેના મારા ચાર દિવસના ઉપવાસ પછી મને નબળાઈ રહી ત્યાં સુધી ખુલ્લામાં સૂવાની રજા મળી હતી. સ્વામીને પણ મારી માવજત માટે બહાર સૂવાનું કહે વામાં આવ્યું હતું. રાત્રે લગભગ દસ વાગ્યા સુધી અમે આંગણામાં આંટા મારતા અથવા કંબલ પર પડ્યા પડ્યા તારાઓ જોતા. આંગણામાં પીપળાનું એક નાનું રૂપાળું ઝાડ હતું. બીજુ ં એક મોટુ ં લીમડાનું ઝાડ હતું. તેનાં પાંદડાંની આરપાર તારાઓ જોવાની ખૂબ મજા આવતી. આવો આનંદ માણતો હતો એટલામાં ઉપવાસ કર્યાની સજા મને સુનાવવામાં આવી અને કેદીઓ જ ેને જ ેલનું પૉર્ટ બ્લેર (કાળાપાણી) કહે છે તે છોટા ચક્કર નં. ૪માં મારી બદલી થઈ. ખુલ્લી હવા, તારાઓનું દર્શન અને સ્વામીનો સહવાસ આ ત્રણ ટૉનિકથી ત્રણ જ દિવસની અંદર હં ુ એટલો સાજો થયો હતો કે મેં દાક્તરને લખેલું કે, ‘હવે હં ુ સજા ભોગવવાલાયક થયો છુ ;ં મારી સજાને ઠેકાણે મને લઈ જવામાં ખોટી થવાનું કારણ નથી.’ સાચે જ ખુલ્લી હવા કેદીઓને ટટાર કરનાર અમૃતસંજીવની છે.

જઈ કૂ દીને એક દીવાલને લાત મારે ને બીજી દીવાલ પર અથડવા જાય. ત્યાં લાત મારી પહે લી દીવાલ પર કૂ દે. આમ કરતે કરતે ઠેઠ દીવાલની ટોચ સુધી પહોંચી જતા. મને થતું વાંદરાઓ જો આમ જઈ શકે તો માણસ કેમ ન જાય? બીજી જ ક્ષણે વિચાર આવ્યો, તેમ બની શકતું હોત તો ચોરોએ એ કળા ક્યારની કેળવી હોત. * જ ેલના નવા નવા અનુભવોમાં હં ુ એ વાત ભૂલી જ ગયો હતો કે બાર કલાક ઓરડીમાં પુરાવાથી ચન્દ્ર કે તારાઓ અમે જોઈ શકતા જ નહોતા. અમારી ઓસરી પર તો દૂધ જ ેવું ચાંદરણું પડતું, પણ અમને બંધ ઓરડીમાં ચન્દ્રનું દર્શન ક્યાંથી થાય? એટલામાં સ્વામીએ એક યુક્તિ સુઝાડી (ભૂલ્યો તેમને તે દયાળજીભાઈએ સુઝાડેલી.). અમારી પાસે તે કાળે હજામતનો સામાન (અસ્ત્રા સિવાય) રાખવા દેવામાં આવતો તેમાં અરીસો હતો. તેનો કાન પકડી સળિયામાંથી અમે તેને બહાર ત્રાંસો રાખતા, એટલે બાજુ થી ચન્દ્રબિંબ તેમાં આવીને પડતું અને તે જોઈને અમને મજા પડતી. થોડા જ દિવસમાં બારણામાંથી સામેના આકાશખંડમાં અગસ્ત્યને ઊગતો મેં ઓળખ્યો. અગસ્ત્ય તો મારો જૂ નો દોસ્ત — દક્ષિણનો આચાર્ય. તેને જોઈને હં ુ રાજી રાજી થઈ ગયો. પણ એ ઝાઝો વખત ત્યાં રહે તો નહીં. દક્ષિણ 

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

425


ગામડું કે મ વળગ્યું?

૧ ગૂજરાત વિદ્યાપીઠ તરફથી ભરાતા આજવા ગ્રામસેવા સંમેલનમાં આપ સહુનું સ્વાગત કરતાં મને હર્ષ થાય છે. રાષ્ટ્રીય કેળવણી ગામડાંની સેવાનું કામ હાથમાં ધરે એ જૂ ની મુરાદ આજ ે બર આવી છે, એટલું જ નહીં પણ ગામડાંઓની સેવા સંગીન રીતે કેમ કરાય એની ચર્ચા કરવા માટે ગુજરાતના અનેક સેવકોને ભેગા કરવાનો સુઅવસર આજ ે પ્રાપ્ત થયો છે એથી વિશેષ આનંદ થાય છે. ગામડાંની સેવાને, ખાસ કરીને ગામડાંની કેળવણીને વધુ ને વધુ મહત્ત્વ આપવું એ વિદ્યાપીઠની પ્રતિજ્ઞા છે. એટલે આવાં સંમેલનો આપણે અનેક વાર ભરીશું અને એમાં જાતજાતની ચર્ચાઓ કરીશું. દર વર્ષે વધુ ઊંડાણમાં ઊતરીશું અને ચર્ચાને અંતે કાંઈક ને કાંઈક વ્યવહારુ પગલાં પણ ભરીશું. આજ ે તો કેવળ ગામડુ ં મને કેમ વળગ્યું એનું જ

p. 608 | 5.5" x 8.5" | ૱ 350

426

થોડુ ં બયાન કરવા માગું છુ .ં શહે રમાં જન્મેલો હં ુ શહે રની જ કેળવણી પામેલો અને આજ ે પણ શહે રમાં જ રહે તો ગામડાંની સેવાનો આટલો આગ્રહ કેમ રાખું છુ ં એનું સહે જ વિસ્તૃત કારણ અહીં રજૂ કરવા માગું છુ .ં શહે રમાં રહે નારા લોકોનાં કેટલાંક સગાંવહાલાં તો ગામડાંમાં હોય જ છે. આપણે ગમે તેટલા શહે રી હોઈએ તોયે આપણાં મૂળિયાં ક્યાંક ને ક્યાંક ગામડાંઓમાં પહોંચેલાં હોય જ છે. તેથી વરસે બે વરસે ગામડાંમાં જવાનો પ્રસંગ આપણને દરે કને આવે છે. ત્યાં અનુભવ થાય છે કે, ગામડાંની રહે ણી જુદી અને શહે રની જુદી. શહે રમાં ઠાવકાઈનું પ્રમાણ વધારે , જ્યારે ગામડાંઓમાં જ્યાં જુ ઓ ત્યાં ભોળપણ જ દેખાઈ આવે છે. પ્રથમ દર્શને તો એવી છાપ પડે છે કે શહે રના લોકો વધારે કામગરા હોય છે, જ્યારે ગામડાંના લોકોની પાસે વેડફી નાખવા માટે ગમે તેટલો સમય હોય છે. મને પોતાને ગામડાંનું પ્રથમ સ્મરણ છે તેમાં તો મુખ્ય વસ્તુ એ તરી આવે છે કે, ગામડાંમાં ફળો મફતનાં ખાવાનાં મળે છે. ગાડામાં મફતના બેસીને જવાય છે. સાંજ ે ઢોરો દોડતાં આવીને રસ્તા પર ધૂળના ગોટેગોટા ઉડાડી મૂકે છે. અને રાત્રે લોકો તાપણી આગળ બેસી પરાળ બાળે છે અને હૂકા પીએ છે. અમારા ગામડામાં એક બાજુ ઉપર કલમેશ્વરનું પડી ભાંગેલું મંદિર હતું. એની આગળ વડનું એક જૂ નું ઘરડુ ં પણ વિસ્તીર્ણ ઝાડ હતું. એ ઝાડ તળે કેટલાંયે

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


મહાદેવનાં લિંગો, નાગ કોતરે લા પથરાઓ અને એવા જ બીજા દેવો ધૂળ ખાતા પડ્યા હતા. શિવરાત્રિને દિવસે અમે જઈને કલમેશ્વરની પૂજા કરીએ અને મંદિર બહાર રખડતા દેવોને પણ આચમની પાણી આપીએ તથા ચોખા ચડાવીએ. આવાં આવાં દૃશ્યોનું કાવ્ય તો ખૂબ અનુભવેલ.ું રજાના દિવસોમાં પ્રેમાળ સગાંઓની મહે માનગીરી અનુભવવા માટે ગામડાંમાં જવાનું મન પણ થતું, પણ ગામડાં પ્રત્યે કોઈ કાળે ભક્તિ જામી ન હતી. એક વખતે સ્વામી વિવેકાનંદનું એક વચન નજર આગળ આવ્યું, ‘The nation lives in the cottage.’ ‘રાષ્ટ્ર તો ઝૂંપડાંમાં રહે છે.’ અને તરત જ આખી દૃષ્ટિ ફે રવાઈ ગઈ. પ્રથમ તો મનમાં શંકા આવી કે શું સાચે જ દેશની મોટી વસ્તી ગામડાંમાં જ રહે છે! વસ્તીગણતરીના આંકડા તપાસવાનું ન સૂઝ્યું. પણ જાતઅનુભવમાંથી જવાબ મળ્યો કે હા, દેશમાં શહે ર કરતાં ગામડાં જ વધારે છે. રે લવેની લાંબી મુસાફરી કરતા હોઈએ ત્યારે એક પછી એક નાનાંમોટાં અનેક ગામડાંઓ નજર આગળથી પસાર થાય ત્યારે એકાદ શહે ર નજરે પડે છે. આપણાં શહે રો પણ બહુ મોટાં તો નથી હોતાં. રે લની મુસાફરી શરૂ થઈ તે પહે લાંની બળદગાડીની મુસાફરી યાદ આવી. એમાં પણ સવારસાંજ કેટલાંયે ગામડાંઓ વટાવીએ ત્યારે કોઈક દિવસે એકાદ શહે ર નજરે આવવાનું. શહે રમાં જાતજાતની વસ્તુઓ ખરીદવાની સગવડ વધારે ખરી, પણ રહે વાકરવાની તેમ જ માણસોની મદદ મેળવવાની સગવડ તો કેવળ ગામડાંઓમાં જ મળે. એટલે બળદગાડીની મુસાફરી સાથે કાંઈક એવો ખ્યાલ અસ્પષ્ટ

રીતે બંધાયો હતો કે ગામોનું વાતાવરણ ઘર જ ેવું, કુ ટુબ ં જ ેવું; જ્યારે શહે રનું બજાર જ ેવું. એક વખતે જ્યારે એક સાધુએ મને કહે વત કહી કે ‘આવી પડે કેર તોયે છોડવું નહીં શહે ર’ ત્યારે એ સાધુ વિશે અને એ કહે વત રચનાર વિશે મારા મનમાં કાંઈ સમભાવ જાગ્યો નહીં. શહે રની સગવડોનો આવો રસિયો, સાધુ બન્યો જ શા માટે એમ મનમાં થયું. જ્યાં વૈદ નથી ત્યાં રહે વું નહીં, જ્યાં બજાર નથી ત્યાં રહે વું નહીં, જ્યાં વાતો કરવા માટે પંડિતો નથી ત્યાં રહે વું નહીં, કુગ્રામવાસ કરતાં મરણ સારું, એવાં એવાં વચનો શહે રના હિમાયતીઓએ ઘણી વાર કાઢ્યાં છે. છતાં આપણા લોકોએ અંતે ગામડાંની સંસ્કૃતિ જ પસંદ કરી છે. દરબારી કવિ કાલિદાસને પણ લોકોની શહે ર પ્રત્યેની સૂગનો ખ્યાલ હતો એટલે જ એણે કણ્વના શિષ્યોને મોઢે जनाकीर्णं मन्ये हुतवहपरीतं गृह्यमिव એવું રાજધાનીનું વર્ણન કર્યું છે. અને બીજા શિષ્યને મોઢે ભોગવિલાસી શહે રીઓ પ્રત્યેની સૂગ બહુ જ આકરા શબ્દોમાં મૂકી છે: છૂટો માણસ કેદીઓને જ ેમ જુ એ, જાગતો સૂતેલાને જ ેમ નિહાળે, ચોખ્ખો મેલા પ્રત્યે જ ેવી લાગણી ધરાવે અથવા નાહે લો કોઈ તેલિયા રાજાને પડખે આવતાં જ ે સૂગ અનુભવે તેવી મારી દશા આ વિલાસી શહે રીઓને જોઈને થઈ છે. अभ्यक्तमिव स्नात: शुचिरशुचिमिव प्रबुद्ध इव सुप्तम्।‌ बद्धमिव स्वैरगतिर्जनमिह सुखसङ्गिनमवैभि

રાજધાનીઓમાં તો ગુણીજનો રહે , રાગરં ગ, નાચતમાસા, બધું ચાલે. મેઘદૂતમાં કાલિદાસે ઉજ્જયિનીનું વર્ણન કર્યું છે તે કાવ્યમય ગમે તેટલું હોય પણ એવી સમાજસ્થિતિ આપણે નહીં ઇચ્છીએ.

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

427


આવી રીતે ધીમે ધીમે ગામડાં અને શહે રો વચ્ચે મનમાં સરખામણી થવા લાગી. એટલામાં પાશ્ચાત્ય અર્થશાસ્ત્ર મદદમાં આવ્યું. એણે બતાવ્યું કે ગામડાં અને શહે ર બન્ને આવશ્યક છે. એકબીજાનાં પોષક છે, પૂરક છે. એમાંયે કેળવણીની દૃષ્ટિએ, વિવેક-શિષ્ટાચારની દૃષ્ટિએ, કળા અને હુન્નરની દૃષ્ટિએ તેમ જ સૈન્ય અને ધનની દૃષ્ટિએ શહે રોનાં સામર્થ્ય પ્રત્યે આદરભાવ વધવા લાગ્યો. પાટલીપુત્ર જ ેવી એક રાજધાની આખું સામ્રાજ્ય ચલાવે, દિલ્હીના હાથમાં દેશદેશાંતરનું ભાગ્ય રમતું રહે એ મહત્ત્વાકાંક્ષાની દૃષ્ટિએ ઇષ્ટ સ્થિતિ જણાવા લાગી. પૅટ્રિક ગૅડિસ જ ેવા સંસ્કૃતિના અભ્યાસીઓ આ પક્ષપાતને દૃઢ કરવા લાગ્યા. પણ એટલામાં સામ્રાજ્યો સારાં શા માટે ગણાય એ શંકા જાગી. સામ્રાજ્યો શક્તિશાળી હોય છે, ઇતિહાસમાં શોભે છે, સાહિત્યકારો એનાં ગુણગાન ગાય છે, પરદેશના લોકો એનાથી ધ્રૂજ ે છે. વૈભવ-વિલાસની સંસ્કૃતિ સામ્રાજ્ય તળે જ ફૂલે છે — ફાલે છે, એ ખરું; પણ સામ્રાજ્યોમાં પ્રજા સુખી જ હોય છે, નિર્ભય હોય છે, નીતિમાન હોય છે, ધાર્મિક હોય છે, એવી ખાતરી કોણ આપી શકે? સ્વરાજ્ય અને સામ્રાજ્ય એ પરસ્પર વિરોધી આદર્શો છે. પ્રજાને સુખી કરવી હોય તો સામ્રાજ્યોનો નાશ કર્યે જ છૂટકો, એવી માન્યતા મનમાં બંધાઈ. આપણા સાહિત્યમાં સામ્રાજ્યનાં વખાણ આવે છે એ ખરું; પણ આપણો ઇતિહાસ તપાસીએ તો હજારો વરસના આપણા રાષ્ટ્રજીવનમાં બધાં સામ્રાજ્યોએ મળીને માંડ છસોથી હજાર વરસનો ગાળો આપ્યો છે. એ જોઈને વિશ્વાસ વધ્યો કે આપણી પ્રજાના હાડમાં સામ્રાજ્ય નથી પણ સ્વરાજ્ય 428

છે. ગામડાંની સંસ્કૃતિવાળા આ દેશમાં એ જ યોગ્ય છે. જ્યાંત્યાં નાના નાના રાજાઓ રાજ્ય કરે , પ્રજાનું રં જન કરી સંતોષ માને. જાતકકથાના રાજાઓ જુ ઓ, કે પંચતંત્રના રાજાઓ જુ ઓ, ગાડામાં બેસીને ફરે . નાળમાં ગાડુ ં આવે એટલે સારથિઓ સામસામા વાદાવાદ કરે . રાજાઓ દાન આપે ત્યારે કરોડ કોડીઓ આપે. આપણા પટેલ તલાટીઓ, ઇનામદાર અને ગરાશિયા જ ેવા એ રાજા ઈર્ષ્યાએ ભરાય ત્યારે માંહોમાંહે લડે, નહીં તો શિકાર ખેલે અને મોજ કરે . પ્રજાને તો રાજદ્વારી જીવનની પડી જ ન હતી. કોઈક વખતે કોઈ મહત્ત્વાકાંક્ષી રાજા જાગે ત્યારે ઘોડો છોડે અને સમ્રાટ બને. આવા સામ્રાજ્યની કલ્પના પણ ક્યાંથી આવી? એક જણે લખ્યું છે કે પરશુરામે બ્રાહ્મણોના સ્વાભાવિક સંગઠનને જોરે ક્ષત્રિયોને એકવીસ વાર હે રાન કર્યા. ત્યારે ક્ષત્રિયોને સૂઝ્યું કે ચાલો આપણે આપણું સંગઠન કરીએ. એકને સમ્રાટ બનાવીએ. બાકીના બધા માંડલિક. ત્યારે આવાં મોટાં રાજ્યો સારાં કે નાનાં સારાં આનો જવાબ સમ્રાટ નેપોલિયનના એક વાક્યમાં મળે છે. We unite to strike and separate to live. એટલે કે ચડાઈની નીતિ અખત્યાર કરવી હોય તો મોટાં સંગઠનો કરો. જ્યાં કેવળ જીવવાનો સવાલ હોય ત્યાં અલગ અલગ રહો. જીવવા માટે મોટા સંગઠનની જરૂર નથી, ભેગા થવાની જરૂર નથી, જ ેટલા ફે લાયા એટલા સુરક્ષિત. એ વાતનો અનુભવ અમારા મરાઠાઓના ઇતિહાસમાં જડશે. અમારો ‘ગનિમી કાવા’ (Guerilla warfare) આ તત્ત્વો ઉપર રચાયો છે. હુમલો કરવો

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


હોય ત્યારે ભેગા થાઓ. બચી જવું હોય તો વેરાઈ જાઓ. એ ઉપરથી આપણે અહિં સાનો સિદ્ધાંત તારવી શકીએ કે, હિં સાનો રસ્તો લેવો હોય ત્યારે જ મોટાં મોટાં સંગઠનો કરવાં પડે. મનુષ્યસ્વભાવ એવો છે કે ઘણા ભેગા થાય ત્યારે જ એકબીજાને જોઈને શક્તિનો અનુભવ કરે . પણ એના મૂળમાં બીક રહે લી છે. શિકારી લોકો પોતપોતાના ખેતરમાં દૂર દૂર રહે છે; અને પોતાનું રક્ષણ પોતે જ કરે છે, જ્યારે નગરસંસ્કૃતિમાં આસપાસના પહાડોનું અથવા દીવાલોનું રક્ષણ જોઈએ છે. નગરનો અર્થ જ ‘नगै: पर्वतै रक्षितम्’‌ એવો હં ુ કરું છુ .ં મગધ દેશની રાજધાની ગિરિવ્રજ મટી રાજગૃહ થઈ એ એનો ઉત્તમ દાખલો છે. આપણે આજ ે તો ડરાવવા માગનારી ભયભીત સંસ્કૃતિ કેળવી રહ્યા છીએ. શહે રો શું અને ગામડાં શું, પોળો શું અને પોઠો શું, ભીડમાં રહીએ, ટોળાંમાં ચાલીએ એ આપણો સ્વભાવ થઈ ગયો છે. ગામડાની એ સાચી સંસ્કૃતિ નથી. આદર્શ સ્થિતિ એ ગણાય કે સામ્રાજ્ય કેવળ ધર્મનાં હોય, કલ્પનાનાં હોય, આદર્શનાં હોય, સામાજિક માન્યતાઓનાં હોય; પણ દુન્યવી અંકુશ તો આવડો વ્યાપક ન જ થવો જોઈએ. માણસ જ્યાંત્યાં પોતાની વ્યવસ્થા કરી લે. રાજ્યો હોય શા માટે? મ્યુનિસિપાલિટીઓ બસ થવી જોઈએ. અને તે પણ નાની નાની, જ્યાંનું ત્યાં જ કામ કરનારી. ભારે પુરુષાર્થ કરવાનો હોય ત્યારે ‘ફે ડરે શન’ બનાવો, સંઘાત કરો. જ ેટલું હૃદય વિશાળ હોય, જ ેટલી હૃદયની એકતા હોય તેટલી જ સંગઠના સારી. એથી મોટી સંગઠના કરવા જઈએ એટલે સ્વાતંત્ર્ય તૂટ્યું, જોહુકમી આવી. આવાં મોટાં સામ્રાજ્યો

હિં દુસ્તાનમાં સ્થપાયાં ખરાં પણ પ્રજાના સાથ વિના એ તૂટી ગયાં. આપણી પ્રજા સ્વરાજ્યવાદી છે, સામ્રાજ્યવાદી નથી. હિં દ દેશ વિશાળ છે, લોકોનું હૃદય વિશાળ છે, દૃષ્ટિ પરલોક સુધી પહોંચનારી છે. આપણે સંસ્કૃતિનું, ધર્મનું સામ્રાજ્ય સ્થાપ્યું એટલું જ નહીં પણ બહુ જ મજબૂત બનાવ્યું. કોઈ આર્ય કલ્પનાને, ધાર્મિક આદર્શને લોકો આનંદથી વશ થતા આવ્યા છે. લોકહૃદયને ગમે એવી એ વસ્તુ છે. હૃદયનો સાથ મળવાથી ધર્મનાં સામ્રાજ્યો જામ્યાં. રાજકીય સામ્રાજ્યો પાછળ જ્યારે કોઈ મોટા પુરુષાર્થની કલ્પના હોય ત્યારે એ ટક્યું છે. પણ કેવળ સામ્રાજ્યો પ્રજાને રુચ્યાં નથી. આપણી ગામડાંની સંસ્કૃતિ સ્વરાજ્ય માગે, સ્વાતંત્ર્ય શોધે, સામ્રાજ્ય નહીં ચાહે . અહિં સાનું એ ખાસ લક્ષણ છે. 2 અમે કૉલેજમાં ભણતા ત્યારે બંગભંગની જાગૃતિના દિવસો હતા. નરમ-ગરમ આદિ બધાં દળોની ચર્ચા અમે ચલાવતા. કૉલેજના દિવસોમાં સામાજિક જવાબદારી ઓછામાં ઓછી હોય છે, અને બીજી બાજુ ચર્ચાનું સર્વજ્ઞપણું આવેલું હોય છે. એટલે હિં દુસ્તાનના ઉદ્ધારનો રસ્તો ત્યાં નક્કી કર્યા વગર કેમ ચાલે? અમને ઘણાને બૉમ્બનો રસ્તો યોગ્ય લાગતો. આકર્ષક તો ખરો જ. એટલે હં મેશાં એની તરફે ણમાં જ વાતો કરીએ. કાવતરાં કરવાં, શિવાજીની પેઠ ે સરકારી ખજાના લૂંટવા, જંગલમાં લોકોને ભેગા કરી ત્યાં એમને કવાયત શીખવવી, પરદેશ સાથે સંબંધ બાંધી શસ્ત્રો મેળવવાં અને અનુકૂળ સમય આવ્યે અંગ્રેજોનું રાજ્ય ફગાવી દેવું એવા એવા વિચારો અને યોજનાઓ અમારી આગળ આવતાં. ગામડાંના

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

429


લોકોમાં સ્વાતંત્ર્યની ઇચ્છા સ્વાભાવિક હોય છે. તેમને તેમની સ્થિતિનું ભાન કરાવીએ એટલે તેઓ સહે જ ે બળવો કરવા તૈયાર થશે એવી માન્યતા લઈને અમે ચાલતા. એક દિવસે પરપ્રાંતના એક મહે માન અમારે ત્યાં આવ્યા હતા. અમે એમની સાથે ચર્ચા શરૂ કરી. એ ભાઈ ખૂબ ધૂર્ત હતા. અમારી સાથે સાંજ ે ફરવા નીકળ્યા. રસ્તા પર કેટલાક ખેડૂતોને જોઈ એમણે કહ્યું, ‘આ ખેડૂતોને તમારા વિચારો સમજાવો અને એમને તમારા કરો તો હં ુ માનું કે તમારો રસ્તો સાચો છે!’ અમે દેશની ગુલામીની, સ્વાતંત્ર્યલક્ષ્મીના વૈભવની, અંગ્રેજોના છળકપટની અનેક વાતો કરી. પેલા ગામડાંના ભાઈઓ વિવેક ખાતર માથું ધુણાવતા જાય પણ અમે એકાએક આ બધું શું કહીએ છીએ એનો એમને કશો ખ્યાલ ન આવે. અમે અંતે શું કહે વા માગીએ છીએ, એમની પાસે શાની અપેક્ષા રાખીએ છીએ એ જાણવાની કંઈક ઇંતેજારી એમના મોઢા ઉપર દેખાઈ એટલું જ. તે દિવસે પ્રતીતિ થઈ કે ગામડાંના લોકો વચ્ચે અને અમારી વચ્ચે સમુદ્ર પડ્યો છે. એક પ્રાંતના રહ્યા એટલે એક ભાષા બોલીએ ખરા, પણ તેટલાથી અમારા હૃદયની વાત તેમને સમજાવવાની શક્તિ અમારી પાસે ન હતી. આનો ઉપાય શો? ઘણાં વ્યાખ્યાનો આપીએ તો આ લોકો સમજતા થાય ખરા; પણ એકલી સમજણથી કાંઈ માણસ મરવા તૈયાર નહીં થાય. એને માટે ઉચ્ચ ચારિત્ર્યની જરૂર છે. કેવળ બુદ્ધિવાદથી લોકો તૈયાર થવાના નથી. ગામડાંના લોકોનાં હૃદય સુધી આપણે પહોંચ્યા જ નથી. હૃદયપ્રવેશ સેવાથી જ થઈ શકે, દલીલથી નહીં — એવી ખાતરી 430

થઈ. અને લોકજાગૃતિ કર્યા વગર રાજદ્વારી ક્રાંતિની આશા રાખવી એ મૃગજળની પાછળ દોડવા સમાન છે. સાચી તૈયારી તો પ્રજાહૃદયની છે. પ્રજાની અખંડ સેવાથી જ એ હૃદયકમળ ખીલવી શકાય. બીજો રસ્તો નથી. એટલે એ રસ્તે પણ આખરે ગામડાંની સેવા તરફ જ આવી પહોંચ્યા. પણ તે થાય શી રીતે? ગામડાંનું અર્થશાસ્ત્ર નોખું હોય છે એનો તો ખ્યાલ હતો. પણ ગામડાંના લોકોને માટે કઈ કેળવણી જીવતી ગણાય? હિં દુસ્તાનનો ઇતિહાસ એ પોતાનો જ ઇતિહાસ છે એટલું એ લોકોને કેમ સમજતા કરવા એ અમારી મૂંઝવણ ન જ ટળી. ગામડાંમાં જઈને રહીએ, ત્યાંના લોકોનાં સુખદુ:ખ સાથે ભળી જઈએ, તો જ બધું થાય. પણ ગામડાંમાં જવાય કેમ? શહે રી રસો કેમ છૂટે? છાપાં વગર તો આપણું ચાલે નહીં. લાઇબ્રેરી અને ડિબેટિગ ં ક્લબ જોઈએ. એવા અનેક વિચારો મૂંઝવે. રાષ્ટ્રીય કેળવણીના અખતરાઓ જ્યાં જ્યાં અનુકૂળ ક્ષેત્રો જણાયાં ત્યાં ત્યાં જઈને કર્યા અને ગરીબોની દાઝનો સંદેશો પહોંચાડ્યો. પણ રાષ્ટ્રીય કેળવણીનો લાભ લેનારાઓમાં પ્રતિષ્ઠા અને આજીવિકાનો સવાલ જ મુખ્ય દેખાયો. ગરીબોની સેવા માટે તૈયાર થવા કોઈ રાજી ન હતું. ગરીબ લોકોને અમારે લડાવવા હતા પણ એમને કેળવવાનો રસ્તો અમારી પાસે ન હતો. નિગ્રોના આગેવાન બુકર ટી. વૉશિંગ્ટનનું જીવનચરિત્ર વાંચી કાઢ્યું હતું. એટલે અનેક વિચારો તો મનમાં આવે; પણ ચોક્કસ રસ્તો સૂઝે નહીં. મને ભારે દુ:ખ તો એનું લાગ્યું કે રાષ્ટ્રીય શાળામાં કેળવાયેલા વિદ્યાર્થીઓમાં પણ ગામડાંમાં જઈ રહે વા તૈયાર એવો વિદ્યાર્થી ન મળે. અંતે એ બધી વસ્તુનું મન સાથે

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


વિવેચન કરવા હિમાલયનો રસ્તો લીધો. ત્યાંનાં નાનાંમોટાં ગામડાંઓમાં ભિક્ષા માગીને ગુજરાન ચલાવ્યું. પણ ભાષાને અભાવે પ્રચારકાર્ય ઝાઝું ન થઈ શક્યું. જોકે દેશની સ્થિતિ બરાબર સમજવાની તક જરૂર મળી. દિવસમાં બે વાર જુદે જુદે ઠેકાણે ગરીબનો રોટલો ખાવાનો હોય એટલે મનમાં સંકલ્પ બંધાઈ ચૂક્યો કે અસંખ્ય ગરીબોના પરસેવાના રોટલા પર આ દેહ નભ્યો છે એ ગરીબોની સેવામાં જ પડવો જોઈએ. ગરીબોના વૈભવ કરતાં આપણો વૈભવ જુદો ન હોય. પણ એ શક્તિ ક્યાંથી આવે? જ્યારે કશું ભાન ન હતું ત્યારે સુખ, સગવડ અને ઐશ્વર્યમાં દિવસો ગયા. અને જ્યારે ભાન આવ્યું ત્યારે લોકસમુદાયથી અલિપ્ત રહે વાનો શોખ વળગ્યો. એટલે જ ેની ભક્તિ મનમાં સ્ફુરી હતી તે ગરીબ વર્ગના હૃદય સુધી પહોંચવાની આવડત હતી જ નહીં. અન્તે પાછા આવી ગરીબો વચ્ચે રહે વાનો પ્રથમ પ્રયાસ કર્યો તે ગુજરાતમાં. શહે રી ગુજરાતી પણ બરાબર આવડે નહીં. ત્યાં ગામડાની પ્રજાની ભાષા શી રીતે સમજાય? સ્વાર્થી, રોજના વ્યવહાર પૂરતી ભાષા આવડે એ શા કામનું? જ્યાં જીવનપરિવર્તન કરાવવાનું હોય, સામાજિક રિવાજોની શુદ્ધિ કરવાની હોય, ઇતિહાસ કે રાજદ્વારી સ્થિતિ સમજાવવાની હોય ત્યાં સિવિલ સર્વિસના લોકોના જ ેટલું દેશી ભાષાનું જ્ઞાન કેટલે સુધી ઉપયોગી નીવડે? વડોદરા પાસે સયાજીપુરામાં ગામડામાં રહે વાનો અખતરો કરી જોયો. પણ અનુભવ થયો કે લોકોનાં હૃદય સુધી પહોંચવું આપણે માટે સહે લું નથી. મારી સાથે ત્યાં જુ ગતરામભાઈ હતા. એમણે તો તુલસીરામાયણ ખોલ્યું અને પોતાનું

વાતાવરણ જમાવ્યું. મેં જોયું કે જ ે કામ આપણાથી નથી થતું તે આપણા સાથીઓ કે વિદ્યાર્થીઓ મારફતે કરવું જોઈશે. જ ેમ દુન્યવી માણસ ‘आत्मा वै पुत्र नामासि’ને ન્યાયે પોતાની બધી મુરાદો પોતાના દીકરા મારફતે સિદ્ધ થયેલી જોવાને માગે તેમ દરે ક સમાજસેવક પોતાનું કામ પોતાના જુ વાન સાથીઓને સોંપી દે છે. અને અધ્યાપકને તો પુત્રરૂપ કેટલાયે વિદ્યાર્થીઓ હોય છે. સયાજીપુરામાં જ ે અનુભવ થયો તે પરથી નક્કી કર્યું કે હવે ગામડાના સેવકો તૈયાર કરવાની નિશાળ ખોલવી જોઈએ. મારા એક મિત્રે બુકર ટી. વૉશિંગ્ટનની ‘My Larger Education’વાળી ચોપડીનો અનુવાદ કર્યો હતો. એણે મારી પાસે પ્રસ્તાવના માગી. મેં ઉત્સાહમાં આવીને આખી ચોપડી માટેની એક પ્રસ્તાવના અને તે ઉપરાંત દરે ક પ્રકરણની અલગ અલગ પ્રસ્તાવનાઓ લખી આપી. એ કારણે ગામડાની સેવાની કલ્પના વધારે સ્પષ્ટ થઈ. એની સાથે અસંતોષ પણ જાગ્યો કે, આપણે પ્રત્યક્ષ કશું કરતા નથી. ગ્રામસંગઠનની દૃષ્ટિએ ‘ગ્રામદેવતા’ કરીને એક લેખ તે પહે લાં લખ્યો હતો, એ લેખ પણ અવારનવાર ઠપકો દેતો હતો કે હજી તેં કશું કર્યું નથી. અંતે ગાંધીજીએ આશ્રમને અંગે એક રાષ્ટ્રીય શાળા ખોલવાનું નક્કી કર્યું અને મને એમાં બોલાવીને કામ કરવાની તક આપી. મેં ગાંધીજીને કહ્યું, ગામડાંના સેવકો તૈયાર કરવા હોય તો જ હં ુ આવું. ગાંધીજીએ હસીને કહ્યું, ‘એટલા માટે જ તો મારો પ્રયાસ છે.’ આશ્રમમાં શાળા ખોલી અમે રાષ્ટ્રીય શિક્ષણની ચર્ચા કરવા લાગ્યા; છતાં ગામડાને ખાસ શું જોઈએ છે એનો સ્પષ્ટ કાર્યક્રમ નજર આગળ ન હતો. એક વખતે ગાંધીજીનો સંદેશો લઈ દરબાર

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

431


ગોપાળદાસના ઢસા ગામમાં અંત્યજ પરિષદમાં હાજર થવાનું કામ આવ્યું. ત્યાં જોયું તો જાણે યમુનાને કાંઠ ે વસેલું નંદનું ગોકુ ળ હોય એવું વાતાવરણ દેખાયું. આટલા પ્રજાવત્સલ રાજપુરુષ ભાગ્યે જ જોવામાં આવે. ગામના લોકોમાં ભળવાનો રસ્તો આ જ છે, એવી ખાતરી થઈ ગઈ. બીજી બાજુ આબુની મુસાફરી પગપાળા કરતાં ગામડાંનું જ ે દર્શન થયું તે દુ:ખદ હતું. લોકોમાં ન મળે સ્વચ્છતા, ન મળે કેળવણી, ન મળે કશી વ્યવસ્થા. માત્ર પરં પરાથી આવેલી ન્યાતજાતના પ્રપંચનું બધે સામ્રાજ્ય હતું. પણ એથીયે વિશેષ મેં એ જોયું કે પ્રજામાંથી સાચા ધર્મ પરનો વિશ્વાસ જ ઊડી ગયો છે. સજ્જનતા પરનો વિશ્વાસ ઓછો થઈ ગયો છે. માણસજાત અકળાઈ ગઈ છે. જો એનો ઇલાજ નહીં થાય તો એ વીફરવાની છે. ત્યાર પછી મહાવિદ્યાલયની સ્થાપના થઈ, વિદ્યાપીઠનું તંત્ર રચાયું. એમાં ગામડાંની કેળવણીને પ્રધાનપદ મળે, ઔદ્યોગિક કેળવણીને કંઈકે સ્થાન મળે અને પ્રજાસેવા માટે જોઈતી પ્રજાકીય ભાષા જ ખીલવવાના પ્રયાસ થાય એ વિશે હં ુ ખૂબ મથ્યો. છતાં સાહિત્ય, સંગીત અને કળા તરફ જ મારું ધ્યાન વધારે હતું. મારા કરતાં મારા વિદ્યાર્થીઓ અધિક સારા નીવડ્યા. કેમ કે પરીક્ષિતલાલ જ ેવા તો અંત્યજોની સેવામાં જોડાયા. મારા જૂ ના સાથી મામાનો દાખલો તો મારી આગળ હતો જ. પણ ગ્રામસેવાનું સાચું રહસ્ય તો રવિશંકર વ્યાસ જ જાણતા હતા. એમની સાથે પરિચય થતાંવેંત એમની શક્તિનો ખ્યાલ આવ્યો. એ બધું ગમતું; પણ શહે રી સંસ્કાર, શહે રી સગવડો અને શહે રી પ્રવૃત્તિ એ જ મગજનો મોટો ભાગ રોકી રાખતાં હતાં. 432

ગામડાંની સેવાને શાબ્દિક મહત્ત્વ તો ઠીક ઠીક અપાતું પણ એથી ગામડાંનું દુ:ખ દૂર થાય એમ ન હતું. શહે રી પ્રવૃત્તિનો એકાએક ત્યાગ કરી ગામડાંમાં જઈ વસનાર કેળવણીકાર તે આપણા જુ ગતરામભાઈ. એમનું કામ જોતાંવેંત મેં એમના વિદ્યાર્થીઓને લખી આપ્યું કે સાચું રાષ્ટ્રીય શિક્ષણ આજ ે વેડછીમાં જ અપાય છે. પછી તો એ જ લગની લાગી કે આવા સેવકો કેમ તૈયાર કરવા. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ભણ્યા પછી સેવાના અને આજીવિકાના માર્ગો તો શોધે જ છે. કોઈ ખાનગી કંપનીમાં એમને નોકરી અપાવીએ અથવા આપણી વિવિધ જાહે ર પ્રવૃત્તિમાં ગમે ત્યાં સમાવી દઈએ એના કરતાં ગ્રામસેવાની જ એક સંપૂર્ણ યોજના અહીં કેમ ન કરીએ એવા વિચાર મનમાં ઘોળાવા લાગ્યા. 1922ની સાલમાં આણંદ ખાતે રાજકીય પરિષદ ભરાઈ હતી. એની સાથે એક શિક્ષણસંમેલન પણ ભરાયું હતું. ત્યાં ગામડાંની કેળવણીની મેં ખૂબ હિમાયત કરી. વલ્લભભાઈએ પોતાના સ્વભાવ પ્રમાણે એના પર ટીકા કરી કે વિદ્યાપીઠને જ ગામડાંમાં લઈ જાઓ. એમના વિનોદે મારા ઉપર ઊલટી જ અસર કરી. મને થયું કે વલ્લભભાઈની વાત સાચી છે. વિદ્યાપીઠને ગામડાંની યાત્રા કરાવવી જોઈએ. અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ગામડાંઓમાં ફરે તો એમને નવો નવો અનુભવ મળશે. ગામડાંના સવાલો એમની આગળ પ્રત્યક્ષ થશે. એમનું ભણતર જીવંત થશે. ગામડાંની સેવા માટે શહે રના યુવાનોને ખેંચવા ખાતર શહે રમાં રહે વું પડે તો તેમાં વાંધો નથી. પણ વિદ્યાપીઠની પ્રવૃત્તિઓ તો ઘણા યુવાનોને ગામડાં તરફ

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


રવાના કરવાની જ હોવી જોઈએ. આજ ે બન્યું છે એવું કે મુ. વલ્લભભાઈ ગામડાંમાં જઈને બેઠા છે અને હં ુ હજી શહે રમાં છુ .ં ગામડાંની યોજના મગજમાં પાકી થવા લાગી, એટલામાં દાનવીર નગીનદાસ અમૂલખરાય એક લાખ રૂપિયાની ભેટ લઈ આવ્યા અને ગ્રામસેવામંદિરની કલ્પના પૂર્ણ કરી શક્યો. હવે આપ જોશો કે એક કલ્પનાને પાકતાં કેટલી વાર લાગે છે. હજી આપણે ભિન્ન ભિન્ન દેશના અને પ્રાંતના અનુભવવાળી ચોપડીઓ વાંચવાની અને તે પરથી દિશા નક્કી કરવાની સ્થિતિમાં છીએ. હજી કેટલુંયે કરવાનું રહ્યું છે. આજ ે તો કેવળ શરૂઆત જ થઈ છે. આવે પ્રસંગે વિચારોની આપલે થાય, અનુભવ અને મૂંઝવણો રજૂ થાય એટલા માટે આ સંમેલન ગોઠવેલું છે. હવે આપણે જોઈ શક્યા છીએ કે ભારતવર્ષનો ઉદ્ધાર ભારતવર્ષનાં સાડા સાત લાખ ગામડાં સજીવન થવામાં રહે લો છે. એ નાનાં નાનાં ગામડાંઓ ભારતવર્ષની સાચી સંસ્કૃતિ છે. એક સામાન્ય પ્રાણથી પ્રાણિત થઈ સ્વતંત્ર રીતે ગામડાંઓ ચાલે છે. એને માટે ખાસ સંગઠન — Organization-ની જરૂર નથી. દરે ક સંસ્થાને મોટા વ્યાપક પાયા પર ચલાવવી એ આજનો મોટામાં મોટો મોહ છે. એવા Organization સામે સ્પષ્ટ અવાજ ઉઠાવનાર એક કૃ ષ્ણમૂર્તિ જ જડ્યો છે. એણે આખી દુનિયામાં ફે લાયેલી એક મોટી સંસ્થા, જ ેના હાથ તળે ત્રણ વિશ્વવિદ્યાલય ચાલતાં હતાં તે એક દિવસમાં તોડી નાખી.

દુન્યવી કાર્યોમાં સંગઠન ભલે કરો, આધ્યાત્મિક સિદ્ધાંત જીવનમાં ઉતારવા માટે સંગઠનની જરૂર નથી. મોટાં મોટાં સંગઠનો હિં સા વગર ચાલી જ ન શકે. આપણે અહિં સાને માર્ગે જવા માગીએ છીએ. આપણે અતિ મોટાં સંગઠનો ન જ કરવાં જોઈએ. સદ્બુદ્ધિથી પ્રેરાયેલા આખી દુનિયાના લોકો એક દિશાએ કામ કરે એ આજની મુખ્ય હાજત છે. પણ તેને માટે બધાને એક તંત્ર તળે આણવાની જરૂર નથી. વિશાળ તંત્ર તળે આત્મિક વિકાસ ચગદાઈ જાય છે એ આપણે સમજવું જોઈએ. જ ેટલું જીવન એકરૂપ હોય તેટલું સંગઠન ધર્મ્ય છે. આજ ે દુનિયામાં Exploitationની દૃષ્ટિએ સંગઠનો થાય છે, તેનો વિરોધ થવો ઘટે છે. આવી સ્પષ્ટ કલ્પના હશે ત્યારે જ આપણે ગામડાંની સાચી સેવા કરી શકવાના છીએ. મૂળ દિશા નક્કી થઈ જાય પછી જ આપણે વિગતોમાં ઊતરી શકીએ. આવાં વ્યાપક તત્ત્વોની ચર્ચા કરવા જ ેટલી નવરાશ આપણી પાસે ભલે ન હોય પણ એના પર વખતોવખત વિચાર તો કરવો જ જોઈએ. હિં દુસ્તાનમાં ચારે કોર ગ્રામસંગઠનની હવે વાતો ચાલવા લાગી છે. એ મુખ્ય ફૅ શન થઈ પડી છે. એની સાથે ઊંડી ચર્ચા અને સંગીન કાર્ય ન હોય તો એ વસ્તુ ઘટોત્કચના બજાર જ ેવી નીવડશે અને ગામડાંની પ્રજા ફરી એક વાર નિરાશામાં ડૂ બી જશે. ગામડાંનો સવાલ આપણે છેડ્યો છે. હવે એનો નિવેડો આણ્યે જ છૂટકો. 

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

433


વર્ષાગાન

કાલિદાસનો એક શ્લોક મને ઘણો પ્રિય છે. વેલ છે!’

ઉર્વશીના અંતર્ધાન થવાથી વિયોગવિહ્વળ રાજા પુરૂરવા વર્ષાઋતુના પ્રારં ભમાં આકાશ તરફ જુ એ છે. તેને ભ્રાંતિ થાય છે કે એક રાક્ષસ ઉર્વશીનું અપહરણ કરી જાય છે. કવિએ આ ભ્રમનું વર્ણન નથી કર્યું; પણ એ ભ્રમ કેવળ ભ્રમ હતો, એ વાત જાણ્યા પછી, એ ભ્રમના મૂળમાં અસલ સ્થિતિ શી હતી, તેનું વર્ણન તેણે કર્યું છે. પુરૂરવા કહે છે: ‘આકાશમાં જ ે ભીમકાય કાળું કાળું દેખાય છે, એ કોઈ ઉન્મત્ત રાક્ષસ નહીં પરં તુ વર્ષાના પાણીથી છલોછલ ભરે લું એક વાદળ છે. અને આ જ ે સામે દેખાય છે તે એ રાક્ષસનું ધનુષ નથી; પ્રકૃ તિનું ઇંદ્રધનુષ છે. આ જ ે ઝડી વરસે છે, તે બાણોનો વરસાદ નથી, પણ પાણીની ધારાઓ છે અને વચમાં જ ે પોતાના તેજથી ચમકતી દેખાય છે, તે મારી પ્રિય ઉર્વશી નહીં, પણ કસોટીના પથ્થર પર સોનાની રે ખા જ ેવી ચમકતી વીજળીની

p. 336 | 5.5" x 8.5" | ૱ 200

434

કલ્પનાના ઉડ્ડયન સાથે આકાશમાં ઊડવું એ તો કવિઓનો સ્વભાવ રહ્યો. પણ આકાશમાં સ્વચ્છંદ વિહાર કર્યા પછી પક્ષી નીચે પોતાના માળામાં આવી વિશ્વાસથી બેસે છે, ત્યારે તેના એ અનુભવની મીઠાશ કંઈ ઓર હોય છે. દુનિયાભરના અનેકાનેક પ્રદેશોમાં ફરીને સ્વદેશ પાછા ફર્યા બાદ મનને જ ે અનેક પ્રકારનો સંતોષ મળે છે, સ્થિરતાનો જ ે લાભ થાય છે અને નિરાંતનો જ ે આનંદ મળે છે, તે કેવળ એક ચિરપ્રવાસી વ્યક્ત કરી શકે. મને એ વાતનો પણ સંતોષ છે કે કલ્પનાના ઉડ્ડયન પછી જલધારાઓની જ ેમ નીચે ઊતરવાનો સંતોષ વ્યક્ત કરવા માટે કાલિદાસે વર્ષાઋતુને પસંદ કરી. * હમણાંનાં જ ેવાં મુસાફરીનાં સાધનો જ્યારે નહોતાં અને પ્રકૃ તિને માત કરી તેના પર વિજય મેળવ્યાના આનંદની ઉજવણી પણ મનુષ્યો કરતા નહોતા ત્યારે લોકો શિયાળો પૂરો થયે યાત્રાએ નીકળી પડતા અને દેશદેશાંતરની સંસ્કૃતિઓનું નિરીક્ષણ કરીને અને બધા પ્રકારનો પુરુષાર્થ સાધીને વર્ષાઋતુ બેસતાં પહે લાં ઘેર પાછા ફરતા હતા. એ યુગમાં સંસ્કૃતિ સમન્વયનું મિશન (જીવનકાર્ય) પોતાના હૃદય પર વહન કરનારા ધોરી માર્ગો અનેક ખંડોને એકબીજાથી મેળવી આપતા. જીવનપ્રવાહને માત કરનારા પુલોની સંખ્યા ઘણી નાની હતી — જ ે હતા તે સેતુ

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


હતા. એ સેતુઓનું કામ હતું જીવનપ્રવાહને રોકી લેવાનું અને માણસને માટે રસ્તો કરવાનું. પણ જીવનને આ બંધન અસહ્ય લાગવા માંડતું ત્યારે સેતુઓને તોડી નાખવાનું અને પાણીને વહે વા માટે રસ્તો મુક્ત કરવાનું પ્રવાહનું કામ હતું. આ હતો પુરાણો ક્રમ. આ જ કારણે નદીનાળાંઓમાં ચડેલું પાણી રસ્તાઓ અને સેતુઓને તોડે, તે પહે લાં મુસાફરો પોતપોતાને ઘેર પાછા ફરતા. આ કારણે વર્ષાઋતુને વર્ષની ‘ મહિમામયી ઋતુ’ માની છે. અસલમાં ‘વર્ષ’ નામ જ વર્ષા પરથી પડ્યું છે. ‘ મેં કંઈ નહીં તો પચાસ ચોમાસાં જોયાં છે!’ એ શબ્દોથી આપણા વડવાઓ ઘણું કરીને પોતાના અનુભવોનું અભિમાનથી વર્ણન કરતા. નાનપણથી વર્ષાઋતુ તરફ મને અસાધારણ આકર્ષણ રહે તું આવ્યું છે. ગરમીના દિવસોમાં ઠંડાં ઠંડાં ફોરાં વરસાવનારી વર્ષા બધાને પ્રિય હોય છે. પણ વાદળોના ઢગલાઓથી લદાયેલો પવન જ્યારે વાવા લાગે છે, વીજળી ચમકવા લાગે છે અને એમ લાગવા માંડ ે છે કે હવે આકાશ ફાટીને નીચે પડી જશે, ત્યારની વર્ષાની ચડાઈ મને નાનપણથી અત્યંત પ્રિય છે. વર્ષાના આ આનંદથી હૃદય કંઠ સુધી ભરે લું હોવા છતાં પણ એને વાણી દ્વારા વ્યક્ત કરી શકીશ નહીં, અને વ્યક્ત કરવા જઈશ તોપણ એની તરફ હમદર્દીથી કોઈ ધ્યાન નહીં આપે, એ કારણે મારો શ્વાસ ઘૂંટાતો હતો. * આસપાસની ટેકરીઓ પરથી હનુમાન જ ેવાં આકાશમાં દોડનારાં વાદળાં જ્યારે આકાશને ઘેરી વળે છે, ત્યારે તેને જોઈને મારી છાતી જાણે ભારથી દબાઈ જતી હતી.

પણ છાતી પરનો આ ભાર પણ સુખદ માલૂમ પડતો હતો. જોતજોતામાં વિશાળ આકાશ સંકુચિત થઈ ગયું, દિશાઓ પણ દોડતી દોડતી પાસે આવીને ઊભી રહી ગઈ અને આસપાસની સૃષ્ટિએ એક નાના સરખા માળાનું રૂપ ધારણ કર્યું. આ અનુભવથી મને એવી ખુશી થતી હતી જ ેવી પક્ષી પોતાના માળામાં આશ્રય લેતાં અનુભવે છે. પરં તુ જ્યારે અમે કારવાર ગયા અને પહે લી જ વાર સમુદ્રતટ પરની વર્ષાનો મેં અનુભવ કર્યો, ત્યારના આનંદની તુલના તો નવી સૃષ્ટિમાં પહોંચવાના આનંદની સાથે જ થઈ શકે. * વરસાદની ઝડીઓને જમીનને ઝૂડતી મેં નાનપણથી જોઈ હતી. પણ એ જ વર્ષાને જાણે કે નેતરની સોટીઓથી સમુદ્રને ઝૂડતી જોઈને અને સમુદ્ર પર તેના સોળ ઊઠેલા જોઈને આવડા મોટા સમુદ્ર વિશે પણ મારું દિલ દયા અને સહાનુભૂતિથી ભરાઈ જતું હતું. વાદળાં અને વર્ષાની ધારાઓ જ્યારે ભીડ કરીને આકાશની હસ્તીને નાબૂદ કરવા તાકતી હતી પણ તેનું મને ખાસ કંઈ લાગતું નહોતું, કારણ કે બાળપણથી હં ુ એનો અનુભવ કરતો આવ્યો હતો. પણ વર્ષાની ધારાઓ અને તેનાં સહાયક વાદળાં જ્યારે સમુદ્રને ઘા કરવા લાગતાં ત્યારે હં ુ બેચેન બની જતો. રડવું નહોતું આવતું, પણ જ ે કંઈ અનુભવ થતો હતો તેને વ્યક્ત કરવાને માટે ‘ફૂટ ફૂટ કર’ શબ્દ કામમાં લેવાની ઇચ્છા થાય છે. વર્ષા ચાહે તો પહાડો પર ચડાઈ કરી શકે છે, ચાહે ખેતરોને તળાવ અને રસ્તાઓને નાળાં બનાવી શકે છે; પણ સમુદ્રને પોતાની શેતરંજ સમેટવાને માટે વિવશ

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

435


કરવો એ મર્યાદાનું અતિક્રમણ લાગતું હતું. ગૌરવશાળીની અવજ્ઞાના આ દેખાવને જોવામાં પણ મને કંઈક અનુચિત લાગતું. * મારી આ વેદના મેં ભૂગોળ-વિજ્ઞાનથી દૂર કરી. હં ુ સમજવા લાગ્યો કે સૂર્યનારાયણ સમુદ્ર પાસે મહે સૂલ વસૂલ કરે છે, તેટલા માટે ગરમ હવામાં પાણીની ભીનાશ છુ પાઈને બેસે છે. આ જ ભીનાશ વરાળના રૂપમાં ઉપર જઈને ઠંડી થતાં તેનાં વાંદળાં બને છે, અંતે આ જ વાદળાંમાંથી કૃ તજ્ઞતાની ધારાઓ વહે વા લાગે છે, અને સમુદ્રને ફરીથી મળે છે. ગીતામાં કહ્યું છે કે આ જીવનચક્ર પ્રવર્તિત છે, તે જ કારણે જીવસૃષ્ટિ પણ કાયમ છે. આ જ જીવનચક્રને ગીતાએ ‘ યજ્ઞ’ કહ્યો છે. આ યજ્ઞચક્ર ન હોત તો સૃષ્ટિનો ભાર ભગવાનને માટે પણ અસહ્ય થઈ જાત. યજ્ઞચક્રનો અર્થ જ એ છે: પરસ્પરાવલંબન દ્વારા સધાયેલો સ્વાશ્રય. પહાડો ઉપરથી નદીઓનું વહે વું, એ દ્વારા સમુદ્રનું ભરાવું; પછી સમુદ્ર દ્વારા હવાનું આર્દ્ર થવું; સૂકી હવા તૃપ્ત થતાંવેંત તેણે પોતાની સમૃદ્ધિને વાદળાંના રૂપમાં રે લાવવું અને પછી પોતાના જીવનનું અવતારકૃ ત્ય પ્રારં ભ કરવું — આ ભવ્ય રચનાનું જ્ઞાન થવાથી જ ે સંતોષ થયો તે આ વિશાળ પૃથ્વીથી જરા પણ ઓછો નહોતો. ત્યારથી દરે ક વર્ષા મારે માટે જીવનધર્મની પુનર્દીક્ષા બની ચૂકી છે. * વર્ષાઋતુ જ ેવી રીતે સૃષ્ટિનું રૂપ પલટી નાખે છે, તેવી રીતે મારા હૃદય પર પણ એક નવો ઢોળ ચડાવે છે. વર્ષા પછી હં ુ નવો માણસ બની જાઉં છુ .ં બીજાના હૃદય પર વસંતઋતુની 436

જ ે અસર થાય છે, મારા પર વર્ષાથી થાય છે. * ગરમીની ઋતુ ભૂમિમાતાની તપશ્ચર્યા છે. જમીન ફાટે ત્યાં સુધી પૃથ્વી ગરમી વેઠવાની તપશ્ચર્યા કરે છે અને આકાશ પાસે જીવનદાનની પ્રાર્થના કરે છે. વૈદિક ઋષિઓએ આકાશને ‘પિતા’ અને પૃથ્વીને ‘ માતા’ કહે લ છે. પૃથ્વીની તપશ્ચર્યા જોઈને આકાશ પિતાનું મન પીગળે છે અને તે એને કૃ તાર્થ કરે છે. પૃથ્વી બાલતૃણોથી સળવળી ઊઠે છે અને લક્ષાવધિ જીવસૃષ્ટિ ચારે તરફ નાચવાકૂ દવા મંડ ે છે. પહે લેથી સૃષ્ટિના આ આવિર્ભાવ સાથે મારું હૃદય એકરૂપ થતું આવ્યું છે. ઊધઈને પાંખો ફૂટ ે છે અને બીજ ે દિવસે સવાર થતાં પહે લાં બધી મરી જાય છે. જમીન પર વીખરાયેલી એમની પાંખો જોઈ મને કુ રુક્ષેત્ર યાદ આવે છે. મખમલનાં જીવડાં જમીનમાંથી પેદા થઈ પોતાની લાલ રં ગની બેવડી શોભા દેખાડીને લુપ્ત થઈ જાય છે તેની સાથે મને તેમની જીવનશ્રદ્ધા વિશે કૌતુક થાય છે. ફૂલોની વિવિધતાને લજાવનાર પતંગિયાંની પાંખો જોઈને હં ુ પ્રકૃ તિ પાસે કલાની દીક્ષા લઉં છુ .ં પ્રેમાળ લતાઓ જમીન પર વિચરવા લાગી, ઝાડ પર ચડવા લાગી અને કૂ વાને તળિયે જવા લાગી કે મારું મન પણ તેના જ ેવું કોમળ અને પ્રેમાર્દ્ર બની જાય છે. એટલા માટે વરસાદમાં જ ેવી બાહ્યસૃષ્ટિમાં જીવનસમૃદ્ધિ દેખાય છે, તેવી હૃદયસમૃદ્ધિ મને પણ મળે છે અને વરસાદ ઓછો થતાં આકાશ સ્વચ્છ થાય ત્યાં સુધી મને એક પ્રકારની જીવનસિદ્ધિનો પણ લાભ મળે છે. આ જ કારણે મારા માટે વર્ષાઋતુ બધી ઋતુઓમાં ઉત્તમ ઋતુ છે. આ

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


કાલિદાસે ‘ઋતુસંહાર’નો પ્રારં ભ ગ્રીષ્મઋતુથી કર્યો. હં ુ જો `ऋतुभ्य:'ની દીક્ષા લઉં અને મારી જીવનનિષ્ઠા વ્યક્ત કરવા માંડુ ં તો વર્ષાઋતુથી એક પ્રકારથી પ્રારં ભ કરીને પછી બીજી રીતે વર્ષાઋતુથી જ સમાપ્તિ કરું.

ચાર મહિનામાં આકાશના દેવો ભલે સૂઈ જતા હશે, મારું હૃદય તો સતર્ક થઈને જીવે છે, જાગે છે અને આ ચાર મહિનાઓ સાથે હં ુ તન્મય થઈ જાઉં છુ .ં मधुरेण समापयेत्ન ‌ે ન્યાયે વસંતઋતુનું છેવટે વર્ણન કરવા માટે 

‘ હં ુ જ એનો ગેરસપ્પા છુ ં ’

સને ૧૯૨૬ની વાત છે. રાજાજીની ગોઠવણ ગંગાધરરાવ દેશપાંડ,ે હં ુ, મણિબહે ન પટેલ

મુજબ બાપુ દક્ષિણમાં ખાદીયાત્રા કરતા હતા. ફરતા ફરતા અમે શિમોગા પાસે પહોંચ્યા. ત્યાંથી ગેરસપ્પાનો ધોધ નજીકમાં છે. ત્યાં જવા માટે રાજાજીએ મોટર, વગેરેનો પૂરેપૂરો બંદોબસ્ત કર્યો હતો. દસબાર માઈલનો રસ્તો હતો. રાજાજી, તેમનાં બાળકો, દેવદાસ,

p. 88 | 4.75" x 7" | ૱ 30

(વલ્લભભાઈ પટેલનાં દીકરી) એમ ઘણાં જણ તૈયાર થયાં. મેં બાપુને પણ સાથે આવવા વિનંતી કરી. તેમનું મન ન જોયું એટલે મેં કહ્યું, ‘ લૉર્ડ કર્ઝન હિં દુસ્તાન આવ્યો ત્યારે પહે લી તકે ગેરસપ્પા જોવા આવેલો. આ ધોધ આખી દુનિયામાં ઊંચામાં ઊંચો છે. ’ બાપુએ પૂછ્યું, ‘ નાયગરા કરતાં પણ ઊંચો? ’ મેં મારું જ્ઞાન બતાવતાં જવાબ આપ્યો, ‘ નાયગરામાં પડતા પાણીનું ઘનમાપ સૌથી વધારે છે પણ ઊંચાઈમાં તો તેનાથી ચડતા સેંકડો ધોધ આપણે ત્યાં તથા બીજા દેશોમાં છે. ગેરસપ્પાનું પાણી ૯૬૦ ફૂટની ઊંચાઈએથી સીધું નીચે પડે છે. દુનિયામાં ક્યાંયે એટલો ઊંચો ધોધ નથી. ’ મારા મનમાં એમ કે આ બધું જાણીને બાપુને પણ પાણી ચડે. પરં તુ તેમણે મારા પર ઊલટુ ં ટાઢું પાણી રે ડ્યું! ધીમેથી પૂછ્યું,

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

437


‘ અને આકાશમાંથી વરસાદ પડે છે તે કેટલી ઊંચાઈએથી પડે છે? ’ હં ુ મનમાં ભોંઠો પડ્યો. પછી ભાન આવ્યું કે હં ુ એક સ્થિતપ્રજ્ઞ સાથે વાત કરું છુ .ં એટલે બાપુને પટાવવાનું છોડી મેં બીજી દરખાસ્ત મૂકી : ‘ ઠીક, આપ ન આવો તો ભલે; પણ મહાદેવભાઈને મોકલો. આપના કહ્યા વિના તે નહીં આવે. ’ બાપુએ જરાયે અચકાયા વગર કહ્યું, ‘ મહાદેવ નહીં આવે, હં ુ જ એનો ગેરસપ્પા છુ .ં ’ મને ખ્યાલ નહીં કે તે દિવસે એમનો यंग इन्डियाનો દિવસ હતો. એ વંટોળિયા જ ેવા પ્રવાસમાં પણ यंग इन्डिया ને नवजीवन એ બે પત્રો ચલાવવાનો ભાર તેમણે બંનેએ પોતાને માથે રાખ્યો હતો. તે દિવસે તેઓ ન લખે તો નિશ્ચિત દિવસે છાપું નીકળે નહીં. હં ુ ચિડાઈને બોલ્યો, ‘ નથી તમે આવતા, નથી મહાદેવને મોકલતા; ત્યારે હં ુ પણ શું કામ જાઉં? મારે પણ નથી જવું! ’ બાપુ કોમળતાથી સમજાવવા લાગ્યા, ‘ ગેરસપ્પા જોવા જવાનો તમારો ધર્મ છે. તમે શિક્ષક છો ને? તમે જોશો તો વિદ્યાર્થીઓને ભૂગોળનો એક સારો પાઠ શીખવી શકશો. તમારે જવું જ જોઈએ. ’ જ ે ગેરસપ્પાની નાનપણથી વાતો સાંભળતો આવ્યો હતો અને જ ે જોવાનો સંકલ્પ કરતો કરતો હં ુ નાનેથી મોટો થયો હતો તે જોવા જવાને માટે આથી વધારે

આગ્રહની મારે જરૂર નહોતી. ત્યાં જવા હં ુ તલપી રહ્યો હતો પણ બાપુનો આદેશ થયો એટલે હવે ત્યાં જવાનું કર્તવ્યરૂપ થઈ ગયું. હં ુ ખુશીથી તૈયાર થયો ને ‘ ગેરસપ્પાનું દર્શન ’1 કરી કૃ તાર્થ થયો.  બાપુ પરની ચીડનો આ આખો કિસ્સો મેં ક્યાંક બહાર પાડ્યો. બાપુએ પણ તે વાંચ્યો જ હશે. કેમ કે લગભગ પંદર વરસ પછી બાપુએ કોઈક કારણસર મહાદેવભાઈને મૈસૂરના દીવાન સર મિરઝા ઇસ્માઇલ પાસે મોકલ્યા હતા. કંઈ નાજુ ક વાટાઘાટ કરવાની હોય ત્યારે બાપુ મહાદેવભાઈને જ મોકલતા મહાદેવભાઈ જવા નીકળ્યા ત્યારે બાપુએ કહ્યું, ‘ જુ ઓ, તમે મૈસૂર જાઓ છો; ને કામને માટે ત્યાં થોડુ ં રોકાવાનું પણ થશે. અહીં જલદી પાછા આવવાની જરૂર પણ નથી. એટલે આ વખતે ગેરસપ્પા જરૂર જોતા આવજો. મેં સર મિરઝાને લખ્યું છે. તેઓ તમને બધો બંદોબસ્ત કરી આપશે. ’ મહાદેવભાઈ ગેરસપ્પા જોઈ આવ્યા. મને લાગે છે કે એથી એમને થયો હશે તેના કરતાંયે વધારે સંતોષ મને થયો. અને બાપુ કદાચ એક જ કામથી બેને સંતોષ થયો એમ માની સંતોષ પામ્યા હશે. 

1. જ્યાં ધોધ પડે છે ત્યાં નીચે એક ગામ છે. તેનું નામ ગેરસપ્પા છે. તે ગામના નામ પરથી અંગ્રેજોએ ધોધનું નામ गेरसप्पा फॉल्स પાડ્યું. તેનું અસલ નામ जोग છે. જૂ ની કાનડી ભાષામાં ધોધને જ જોગ કહે છે. શરાવતી નદીનો આ જોગ છે. શરાવતીને ભારં ગી પણ કહે છે. 438

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


ઈશ્વરને પણ શરમ આવે છે !

ધર્મધાની કાશીનાં સ્મશાન काश्यां तु मरणात् मुक्ति: “કાશીમાં મરણ આવવાથી જ મુક્તિ મળી જાય છે.” આવાં “ઉત્સાહવર્ધક સસ્તાં ધર્મવચનોની” હિં દુ સમાજ ઉપર અસાધારણ છાપ પડી છે. કેટલાયે લોકો જીવનના આખરી દિવસોમાં કાશી જઈ ત્યાં મરવાને લોભે આખો જન્મારો કમાણીમાંથી થોડી થોડી બચત કરી મુસાફરી માટે પૈસા ભેગા કરતા મેં જોયા-જાણ્યા છે. ધર્માચરણથી મળતા લાભોની (આને ફલશ્રુતિ કહે વાય છે) ગણના કરતાં આપણા ધર્મકારોએ કોઈ કાળે કંજૂસાઈ કરી નથી. ગમે તેટલાં પાપ કરો, બીજુ ં કશું પ્રાયશ્ચિત્ત કરો કે ન કરો, બનારસમાં દેહ છોડ્યો તો બધાં પાપ ધોવાઈ જશે અને તમને કેવળ શિવલોક, વિષ્ણુલોક કે બ્રહ્મલોક નહીં પણ સીધી મુક્તિ જ મળી જશે! બનારસમાં મુખ્ય બે સ્મશાનો મેં જોયાં છે. ત્યાં એટલાં બધાં મડદાં એક પછી એક

p. 102 | 4.75" x 7" | ૱ 50

આવે છે કે બધાંને બાળવા માટે પૂરતી જગ્યા મળતી નથી. જૂ ના વખતમાં મેં જોયું હતું કે નવાં આવેલાં મડદાં માટે જગા કરવા સારુ એક બળતું મડદું પૂરું બળ્યું ન હતું છતાં એને કાઢીને ગંગાના પ્રવાહમાં ફેં કી દીધું અને નવા ઉમેદવાર મડદાને એની જગ્યા ખાલી કરી આપી. આ થઈ મણિકર્ણિકા ઘાટની વાત. કાશીનું બીજુ ં સ્મશાન છે દશાશ્વમેધ ઘાટ પાસે. એ બાજુ બંગાળી લોકો વધારે રહે છે. એ ઘાટ જોવા ગયો હતો ત્યારે એક જુ વાન છોકરીનું અડધું બળેલું મડદું પાણીમાંથી તરતું ઘાટ પાસે આવેલું જોઈ એવી ચીતરી ચડી કે આખો દિવસ ખાવાનું મન ન થયું. આપણાં ધર્મસ્થાનો અને ત્યાંના પુરોહિત આદિ ધર્મસેવકો ધર્મને આટલો જુ ગુપ્સિત કેમ કરે છે એ સમજમાં નથી આવતું. હં ુ સનાતની હિં દુ છુ .ં ધર્મ પ્રત્યે, આપણા જૂ ના સંસ્કારો પ્રત્યે, અને કેટલીક રૂઢિઓ પ્રત્યે મારા મનમાં હજીયે આદર છે અને તેથી જ સનાતન ધર્મના સંસ્કારોની અને રૂઢિઓની વિટંબણા જોઈ હૃદયમાં પાર વગરની વેદના અનુભવું છુ .ં એ અનુભવ મારા ‘હિમાલયનો પ્રવાસ’માં એ જ મણિકર્ણિકા ઘાટ પાસેના ‘ચક્રપુષ્કરિણી’ તીર્થનો અનુભવ મેં લખ્યો છે તે અહીં ટાંક્યા વગર રહી શકતો નથી. “બીજ ે દિવસે અમે મણિકર્ણિકા ઘાટ પર નાહવા ગયાં. ત્યાં ગંગાજીનું જ પાણી લઈને

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

439


ગંગાજીને અભિષેક કર્યો. ત્યાંથી ચક્રપુષ્કરિણીના તીર્થ ઉપર આવ્યાં. પાસે ઊભેલા એક ગંગાપુત્રે કહ્યું, ‘આઈયે મહારાજ, સ્નાન કીજિયે.’ મેં એને ‘ના’ પાડી. બૂઆ ચોંકી ગયાં. એમણે પૂછ્યું, ‘કેમ આ તીર્થનું મહાત્મ્ય ઝાઝું નથી શું?’ મેં જવાબ વાળ્યો, ‘કેમ નહીં? એમાં એક વાર નાહવા પડ્યા પછી માણસને નરકમાં જવાનું રહે તું નથી.’ બૂઆ સમજી ગયાં, છતાં બૂઆના કુતૂહલને તૃપ્ત કરવાને અમે તીર્થ પાસે ગયાં. તીર્થ ઉપર આરસપહાણનો એક પથ્થર હતો. તેના ઉપર અંગ્રેજીમાં વિક્ટોરિયા રાણીનું નામ અને બીજુ ં કાંઈક લખ્યું હતું. અને તીર્થમાં? પાંચ ફૂટ પહોળો અને પચીસ-ત્રીસ ફૂટ લાંબો એક ખાડો. પાણીનો રં ગ અમે જોઈ શક્યાં નહીં કારણ, પાણી પર આ કુંડમાં રોજ નાહનારા હજારો યાત્રાળુઓના પરસેવાનો જાડો થર જામ્યો હતો. છતાં અમારી નજર આગળ સેંકડો યાત્રાળુઓ મરણ પછીનું નરક ટાળવા માટે એમાં હોંશે હોંશે ડૂ બકી મારતા જ હતા. મને થયું કે ઈશ્વર શરમનો માર્યો આ લોકોને નરકવાસમાંથી માફી આપતો હશે. કેમ કે આ કુંડમાં સ્નાન કરનારને પણ સૂગ ચડે એવો કુંડ નરકમાં ઈશ્વર ક્યાંથી લાવે?” આપણી સંસ્કૃતિની કસોટી જો વિદેશીઓ આપણાં તીર્થસ્થાનો ઉપરથી કરે તો આપણે વાંધો ઉઠાવી શકીએ ખરા? એક જણે બનારસ વિશે એક વાક્યમાં પતાવ્યું છે: It is a city of the dead and the dying — મરણના ઉમેદવારોની અથવા મરી ચૂકેલા લોકોની આ નગરી છે. હિં દુ સંસ્કૃતિને સજીવન કરવા માટે, અંગ્રેજોના રાજ્યના દિવસોમાં, ભારે જહે મત 440

ઉઠાવી આપણા પંડિત મદનમોહન માલવિયજીએ કાશીમાં બનારસ હિં દુ યુનિવર્સિટીની સ્થાપના કરી. એ વિશ્વવિદ્યાલયના કાર્ય વિશે સહે જ ે આદર ઉત્પન્ન થઈ શકે છે, પણ આ યુનિવર્સિટીએ બનારસની જનતાના ધર્મજીવન ઉપર કશીયે અસર કરી નથી. કોઈએ એ દિશામાં કોઈ પણ પ્રયત્ન કર્યો હોય તો તે પણ આપણે જાણતા નથી. અન્ય ધર્મી લોકો પોતાનાં મરે લાં સગાંવહાલાંને અને ધર્મબંધુઓને સ્મશાનમાં લઈ જઈ દાટી દે છે પણ દરે ક ઠેકાણે સ્મશાનભૂમિમાં ગાંભીર્ય વર્તાય છે. (પારસીઓ પોતાના મરે લા લોકોને જ્યાં પહોંચાડી દે છે તે સ્થાન આપણે જોઈ શકતા નથી એટલે ત્યાંના વાતાવરણ વિશે એ લોકોના મોઢેથી સાંભળેલી વાતો હં ુ જતી કરું છુ .ં ) મંગલ વાતાવરણ આપણે ત્યાં એકબે ઠેકાણે સ્મશાનનું વાતાવરણ ગંભીર અને મંગલ બનાવવાના પ્રયત્નો મેં જોયા છે. પ્રયત્નો આવકારલાયક છે. પણ આદર્શમાં હજી સુધારા કરવા જ ેવા છે જ. ત્યારે આપણે ત્યાં જ “મરે લાના સંમેલનની ભૂમિ” પ્રત્યે આદર કે ગાંભીર્ય કેમ નથી? “જન્મમરણની ઘટમાળ”માં માનનારા લોકોમાં મરણની બીક કેમ આટલી બધી ફે લાયેલી દેખાય છે? ભારતનો આખો સનાતની હિં દુ સમાજ કાશીના મરણને વધાવી લે છે ત્યારે મૂળે કાશીમાં આટલી પવિત્રતા ક્યાંથી આવી? કાશીમાં હજારો વર્ષ થયાં સંત-સત્પુરુષો વસ્યા છે. ઋષિમુનિઓએ ત્યાં તપસ્યા કરી છે. હરિશ્ચંદ્ર જ ેવા રાજાએ પોતાના ચારિત્ર્યની

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


કસોટી ત્યાં થવા દીધી. એકેશ્વરી કબીર જ ેવા સંતોએ ત્યાં રામભક્તિનો ઉત્કર્ષ સાધ્યો. આ બધાં કારણો ખરાં. પણ એ બધા લોકોએ કાશીની જગ્યા જ કેમ પ્રથમ પસંદ કરી એ સવાલ રહી જાય છે. બનારસ એક વસ્તુ વિચારવા જ ેવી છે. રાજા ભગીરથ અને એના પૂર્વજોએ હિમાલયમાંથી ગંગાને બંગાળના ઉપસાગર સુધી લઈ જવાનો પુરુષાર્થ કર્યો. એ ગંગાનો પ્રવાહ કાં તો દક્ષિણ દિશાએ વહે છે અથવા પૂર્વ દિશાએ. આ પ્રવાહ બેત્રણ ઠેકાણે વળાંક લઈ “ઉત્તર તરફ વહે છે” એ જોઈ ગંગાભક્તો આશ્ચર્યચકિત થયા અને એમણે ભૌગોલિક ચમત્કારવાળાં એ બેત્રણ સ્થાનોને વિશેષ આકર્ષક તીર્થક્ષેત્રો બનાવ્યાં અને પછી એમની આસપાસ પૌરાણિક વાર્તાઓ જોડી દીધી. બનારસ એમાંનું એક સ્થાન છે. ત્યાં એટલા બધા સાધુસંતો ભેગા થાય છે, અને ધર્મપંડિતો સંસ્કૃત સાહિત્યનું અધ્યાપન ચલાવે છે કે બનારસ એ આપણી સનાતન ધર્મની સનાતન રાજધાની બન્યું છે. (જ્યારે હં ુ દિલ્હીને હવે સ્વતંત્ર ભારતની પ્રજાધાની કહં ુ છુ ં ત્યારે મારે બનારસને રાજધાની નહીં પણ ધર્મધાની કહે વું જોઈએ. આપણા સનાતનીઓ સાથે જ ૈનો અને બૌદ્ધો પણ મારી આ સૂચનાને જરૂર આવકારશે.) આટલા બધા પંડિતો, સંતો અને ધર્મકારો લોકજીવનની અસંસ્કારિતા દૂર કરવા માટે કેમ કશું કરતા નથી એ એક મોટુ ં આશ્ચર્ય

છે. હિં દુ સમાજને “ધણી વગરનાં ઢોર” કહી બેસી જવું એ તો અનાસ્થાની પરમાવધિ થઈ. એક વિશાળ દેશના કરોડો હિં દુ જ ે સ્થાનને મરણ માટે અત્યંત પવિત્ર માને છે અને પસંદ કરે છે, એટલું જ નહીં પણ વૃદ્ધાવસ્થામાં સેંકડો માઈલની યાત્રા કરી જ્યાં પહોંચી જાય છે તે સ્થાનમાં મરવા માટે સુંદર જગાઓ કેમ ઊભી નથી કરી કે જ્યાં માણસ ગંભીરપણે જીવનનું રહસ્ય સાંભળી પરલોકની તૈયારી કરી શકે, અને ઈશ્વરનું નામ સાંભળી આત્મચિંતનમાં લીન થઈ શકે? અને બનારસમાં મરે લાંઓનું વ્યવસ્થિત રીતે શબદહન કરવાની અને એ દરમિયાન જન્મમૃત્યુના રહસ્ય વિશે પ્રવચનો સાંભળવાની વ્યવસ્થા ઊભી કેમ ન કરે ? બીજા ધર્મો સાથે અથડામણમાં આવી એમાં ફાવી જવા માટે સંગઠન કરવાનું જો આપણને સૂઝતું હોય તો આપણી નીતિવ્યવસ્થામાં સુધારો કરવાનું, આપણા સંસ્કારોમાં જરૂરી સંસ્કારિતા દાખલ કરવાનું અને મરણ સમયના પ્રસંગને છાજ ે એવું ગાંભીર્ય ઊભું કરવાનું આપણને કેમ ન સૂઝે? રચનાત્મક બુદ્ધિ અનેક રીતે ખીલવવાનો આજનો જમાનો છે. આપણાં સ્મશાનો પણ આપણે ભવ્ય, ગંભીર, આકર્ષક અને માંગલ્યપ્રેરક જરૂર કરી શકીએ. પ્રારં ભ કરી દસવીસ પ્રયોગો અજમાવ્યા હોય તો જરૂર આપણી સંસ્કૃતિને અનુરૂપ એવાં ભવ્ય, ઉદાત્ત અને પવિત્ર મકાનો, સ્થાનો અને રિવાજો આપણે ઉત્પન્ન કરી શકીએ. કરવા માંડીએ તો બધું થઈ શકે. 

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

441


મારી યોગ્યતા

નિશાળે જનારા સૌ વિદ્યાર્થીઓ વર્ગમાં પ્રશ્ન હોય છે. આ તો એક પ્રકારની લૉટરી છે.

પૂછવાની એક રીતથી બરોબર માહિતગાર હોય છે. બધા વિદ્યાર્થીઓને તેમના ક્રમ પ્રમાણે બેસાડવામાં આવે છે. પછી શિક્ષક પહે લા નંબરથી પ્રશ્નો પૂછવા શરૂ કરે છે. પહે લાને જવાબ ન આવડે તો બીજાને, તેને ન આવડે તો ત્રીજાને, એમ શિક્ષક જલદી જલદી પૂછતા પૂછતા આગળ ચાલે છે. એમાં જ ેનો જવાબ સાચો પડે તે ત્યાંથી ઊઠીને બધા નંબર ચડી જઈ પહે લો જઈને બેસે છે. પછી તેના મૂળ નંબરની પછીના વિદ્યાર્થીને બીજો પ્રશ્ન પુછાય છે. ‘વિજયી વિદ્યાર્થી હારે લા બધા વિદ્યાર્થીઓ ઉપર ચડી જાય છે’ એ આ પ્રથાનો સર્વસાધારણ નિયમ છે. એનો અર્થ એમ તો નહીં જ કે આ રીતે પ્રશ્નો પૂછવામાં વિદ્યાર્થીઓની સાચી પરીક્ષા થાય છે, અને એમ પણ ન કહી શકાય કે એક કલાક આ રીતે ચાલ્યા પછી વિદ્યાર્થીઓને જ ે નંબર મળે છે તે તેમના અભ્યાસની યોગ્યતા પ્રમાણેના

p. 232 | 5.5" x 8.5" | ૱ 200

442

શિક્ષક જો પક્ષપાતી હોય તો પોતે ચાહે તે વિદ્યાર્થીને ઇચ્છા મુજબનું સ્થાન અપાવી શકે. હા, શિક્ષકને વિદ્યાર્થીઓનો પરિચય બરાબર હોવો જોઈએ. પ્રશ્નોની આ લૉટરી વિશાળ જીવનના જ એક પ્રતિબિંબ જ ેવી છે. પણ આમાં વિદ્યાર્થીઓ બધા જાગ્રત રહે છે. ઉત્તર દેવામાં ઝાઝો સમય નહીં મળે એમ જાણતા હોવાથી વિદ્યાર્થીઓ શીઘ્રમતિ બને છે અને શિક્ષકનો પણ ઘણો સમય બચી જાય છે. આમાં વળી શિક્ષક અને વિદ્યાર્થીઓને આળસ આવવાનો પણ ઓછો સંભવ હોય છે. આજ ે તો આ પદ્ધતિને હં ુ મહત્ત્વ ન આપું, કેમ કે તેમાં અનેક દોષ છે. પરં તુ નાનપણમાં અમને પ્રશ્નોની આ પદ્ધતિ બહુ ગમતી. જોતજોતામાં વિદ્યાર્થી રં કમાંથી રાય બની જતા, તેમ જ રાજામાંથી રં ક બનવાને પણ તૈયાર રહે વું પડતું. એમાં પહે લા નંબરના વિદ્યાર્થીને તો, દરે ક ઉગ્ર તપશ્ચર્યાથી બીતા રહે તા સ્વર્ગાધિપતિ ઇન્દ્રની પેઠ,ે હં મેશાં બીતા રહે વાનું હોય છે, કેમ કે વર્ગમાં એનાથી ઊંચું સ્થાન બીજા કોઈનું નહીં હોવાથી એને ચડવાનો આનંદ ક્યાંથી જ હોય? પડવાનો જ સવાલ એની આગળ હોય. એમાં એને પોતાને ભલે આનંદ નહીં આવતો હોય, એને સદા કંપતો જોઈને નીચેના વિદ્યાર્થીઓને તો જરૂર મજા પડે છે. બીજાની ફજ ેતીથી આનંદ મેળવવાની રીત રજોગુણી વૃત્તિવાળાને બહુ પસંદ આવે છે.

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


પણ આમાં નીતિશિક્ષણનો નાશ છે, એ વાત એ વેળા કોઈના ધ્યાનમાં નહોતી આવી એમ લાગે છે. એક દિવસ વર્ગમાં આમ પ્રશ્નોત્તર ચાલતા હતા. રોજના મારા નિયમ પ્રમાણે હં ુ નિશાળે મોડો ગયેલો હોવાથી છેલ્લો બેઠો હતો. જોતજોતામાં હં ુ અરધે સુધી તો પહોંચી ગયો. એવામાં વામન માસ્તરે પહે લા નંબરને એક પ્રશ્ન પૂછ્યો. એમણે પ્રથમથી ધારે લું કે એનો જવાબ કોઈને નહીં આવડે. તેથી બધા વિદ્યાર્થીઓને એમણે ઝટપટ પૂછી લીધું. મેં વચમાં જવાબ તો આપી દીધો. પણ માસ્તરે મારા ઉત્તર તરફ ધ્યાન જ ન દીધું. મારી ખાતરી હતી કે મારો જવાબ સાચો હતો. પણ એમની આંગળી તો ઝપાટાબંધ પહે લેથી છેલ્લે સુધી ફરી વળી. જ્યારે કોઈ જવાબ નથી આપી શકતું ત્યારે શિક્ષક પોતે જ એનો જવાબ કહી દે છે, એ પ્રથા મુજબ માસ્તરે જવાબ કહ્યો. એ સાંભળ્યા પછી મારાથી ચૂપ કેમ બેસી રહે વાય? મેં ઊભા થઈને કહ્યું, ‘સર, આ જવાબ તો મેં આપ્યો હતો.’ વામન માસ્તરના માન્યામાં આ વાત ન આવી; અને એ અવિશ્વાસ એમણે પોતાની દૃષ્ટિથી બતાવ્યો પણ ખરો. મેં ફરીથી જોરપૂર્વક કહ્યું, ‘હં ુ સાચું કહં ુ છુ ં સર, મેં આ જ જવાબ આપ્યો હતો.’ હવે તો વામન માસ્તર સામે મહાન ધર્મસંકટ આવી પડ્યું. પોતાના કાન સાચા કે સામે ઊભેલો આ છોકરો? એમની મુશ્કેલી હં ુ જોઈ શકતો હતો. પણ હં ુ એમ ખોટી હાર કેમ કબૂલ કરું? હં ુ તો મારી જગાએ એમ ને એમ ઊભો રહ્યો. તેઓ જરા ચિડાયા પણ ખરા. પોતાનું સ્થાન છોડીને એ મારી પાસે આવ્યા, અને બંને હાથે મારા ખભા પકડીને મને પહે લા

નંબરે લઈ જઈને કર્કશ અવાજ ે કહ્યું, ‘લે બેસ અહીં.’ હં ુ બેસી તો ગયો, પણ એમનું આ વર્તન જોઈને હં ુ અસ્વસ્થ થઈ ગયો. રહી રહીને બધા વિદ્યાર્થીઓ માસ્તરની તરફ તથા મારી તરફ એકીટશે જોતા હતા. એ પણ એક જોવાલાયક દૃશ્ય હતું. હં ુ એવો મૂંઝાઈ ગયો કે શું કરવું એ મને સૂઝ્યું નહીં. આમ થશે એની કલ્પના મને પહે લેથી જ હોત તો હં ુ આ વાત છેડત જ નહીં. પહે લા નંબરનો આટલો મોહ તો મને કદી હતો જ નહીં. કોણ જાણે મારી આ મૂંઝવણની માસ્તરના હૃદય ઉપર શી અસર થઈ. એમણે ફરી મને પૂછ્યું : ‘Do you think you deserve the first place?’ (તું માને છે કે તું પહે લા નંબરને યોગ્ય છે?) એક તો શિક્ષકની ચીડ અને અવિશ્વાસને લીધે હં ુ મૂંઝવણમાં પડ્યો જ હતો; હં ુ તો વિચાર કરતો હતો કે આ બધી ધાંધલ આગળ પહે લો નંબર ધૂળ બરાબર છે; તેમાં વળી આ પ્રશ્નનો ઘા આવી પડ્યો. પોતાની યોગ્યતાનો એકરાર કરવો એ આપણા હિં દુ સદાચારથી વિરુદ્ધ છે. જ ે એમ કહે કે, ‘હં ુ સર્વોત્તમ છુ ,ં હં ુ લાયક છુ ,ં હં ુ બુદ્ધિમાન છુ ,ં ’ એ કુ લીન નથી ગણાતો. આ શીલ હં ુ નાનપણથી શીખ્યો હતો, એટલે માસ્તરના પ્રશ્નના જવાબમાં મારા મોંમાંથી જલદી ‘હા’ કેમ નીકળી શકે? શરમનું માર્યું મારું મોં લાલચોળ થઈ ગયું. મેં જોયું કે મારા કાન પણ એની અસરથી ગરમ થઈ ગયા હતા. વિદ્યાર્થીઓ પણ હં ુ શું કહં ુ છુ ં એ જોઈ રહ્યા હતા. મારી આંખો આગળ અંધકાર છવાઈ ગયો હતો. ‘હા’ કહં ુ છુ ં તો અવિવેક થાય છે; અને આ બધા નાટક પછી હવે ‘ના’ તો કહી જ કેમ શકું? અને બીજી બાજુ જવાબ

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

443


આપવામાં જ ેટલી વાર થતી હતી એટલો મારા પ્રત્યેનો અવિશ્વાસ વધતો જતો હતો. અંતે હં ુ મરણિયો બન્યો, અને જોઈએ તેના કરતાં પણ વધારે જોરપૂર્વક મેં કહ્યું, ‘Yes, I do.’ (હા, હં ુ યોગ્ય છુ ં જ.) માસ્તર એકદમ ચૂપ થઈ ગયા. અને જાણે કંઈ બન્યું જ ન હોય તેમ એમણે શીખવવું શરૂ કરી દીધું. પણ જ ે વાતાવરણ એક વાર આટલું ડહોળાઈ ગયું હોય એ આવી શાંતિથી કાંઈ સ્વસ્થ થાય ખરું? એ દિવસ વીતી ગયો. તે પછી માસ્તરે કે કોઈ બીજાએ એ પ્રસંગનો લેશમાત્ર ઉલ્લેખ કર્યો નહીં. સૌને લાગ્યું હશે કે આવા નાજુ ક પ્રશ્નને ન છેડવો એ જ સારું છે. અથવા તો બધા એ ભૂલી પણ ગયા હોય. પણ હં ુ શી રીતે ભૂલું? નાનપણમાં તેમજ મોટપણે પણ આવા કેટલાયે પ્રસંગો આવે છે. બાળપણની મુખ્ય મુશ્કેલી એ હોય છે કે એ વેળા ભાવનાઓ કોમળ અને સરસ હોય છે; પરં તુ તેને મુકાબલે પરિસ્થિતિનું પૃથક્કરણ કરવાની શક્તિ કે ભાષા નથી હોતી. મોટાં માણસો તો પોતાનું બાળપણ ભૂલી ગયાં હોય છે, અને બાળકોની બાબતમાં માને છે કે તેઓ અંતે તો બાળક જ છે, એટલે એમના જીવનને એટલું મહત્ત્વ આપવાની એવી શી મોટી જરૂર? માની લઈએ કે આ બધું અનિવાર્ય છે. પણ એથી બાળજીવન

સરળ નથી થતું. નાનપણના આવા આવા પ્રસંગોને માટે મોટા માણસોનો સ્વભાવ કેટલો જવાબદાર છે એ કોણ કહી શકશે? સારું થયું કે ઉપર કહે લા પ્રસંગમાં મારા શિક્ષક સંસ્કારી અને ધીરજવાન હતા. શકનો લાભ તહોમતદારને આપવાની ઉદારતા એમનામાં હતી. પણ એમની જગ્યાએ બીજો કોઈ સામાન્ય શિક્ષક હોત તો એમણે મને બદમાશ કહીને સજા કરી હોત, મારો ધિક્કાર કર્યો હોત, અને એ બધાંની અસર મારા ઉપર કોણ જાણે કેવી પડત! મનુષ્યસ્વભાવને વિશે મારામાં કંઈક નાસ્તિકતા તો અવશ્ય આવી જાત. વામન માસ્તર મારા પ્રત્યે, બલકે બધા વિદ્યાર્થીઓ પ્રત્યે, બહુ સારો વ્યવહાર રાખતા હતા. એની મારા ઉપર જ ે અસર પડી છે તેના કરતાં પણ વધારે પ્રભાવ તે દહાડે મારા ઉપર પડ્યો. ઉપલા પ્રસંગે, સારી પેઠ ે સંશયગ્રસ્ત હોવા છતાં, મારા પ્રત્યે એમણે જ ે ઉદારતા બતાવી, મારા બાલઆત્માની આબરૂની જ ે કદર કરી, એથી તો હં ુ એમનો ભક્ત બની ગયો. એમણે નીતિશિક્ષણના કેટલાયે પાઠ અમને શીખવ્યા હશે, પણ આ પાઠ ન્યારો જ હતો. ચારિત્રગઠનમાં આવા પાઠોની અસર ઊંડી અને ચિરસ્થાયી હોય છે. 

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા જાન્યુઆરી-ફે બ્રુઆરી, 2022 શ્રી રાજ ેન્દ્રભાઈ રા. મૌર્ય શ્રી શંકરજી દો. ઠાકોર શ્રી સુરે શભાઈ મા. પ્રજાપતિ 444

બાઇન્ડિંગ વિભાગ બાઇન્ડિંગ વિભાગ બાઇન્ડિંગ વિભાગ

• ૨૫-૦૧-૬૬ • ૨૮-૦૧-૬૫ • 15-02-61

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


જીવતા તહે વારો

વરુની પેઠ ે ખાવું, બિલાડીની પેઠ ે બગાસાં સ્થાન છે. તહે વારો દ્વારા જ આપણે સંસ્કૃતિનાં

ખાવાં, અને અજગરની પેઠ ે પડ્યા રહે વું એ તહે વારનું મુખ્ય લક્ષણ કોક કોક ઠેકાણે થઈ પડ્યું છે. એક તહે વાર એટલે ત્રણ દિવસનો બગાડ એટલું તો ખરું જ. આવી હાલતમાંથી તહે વારોને બચાવવા એ આપણું મુખ્ય કામ છે. ‘તહે વારો કાઢી જ નાખીએ તો કેમ?’ એ દૃષ્ટિનો પણ અમે વિચાર કર્યો. રોજની આવશ્યક અને સ્ફૂર્તિદાયક પ્રવૃત્તિ શિથિલ કરવી, પોતાની સ્થિતિને હમેશ ન પોસાય એવાં કપડાં પહે રવાં, જાતજાતનાં મિષ્ટાન્નો ઉડાવી ઇંદ્રિયોને લોલુપતાની લત લગાડવી, અને પાનાં, શેતરંજ, સોગઠાં વગેરે નિરર્થક બેઠાડુ રમતોમાં વખત બગાડવામાં એકબીજાને ઉત્તેજન આપવું, એટલો જ જો તહે વારોનો અર્થ થતો હોય તો તહે વારો કાઢી નાખવા એ જ યોગ્ય છે. પણ અમારી કલ્પના પ્રમાણે તહે વારો અને ઉત્સવોને જીવનમાં વિશિષ્ટ અને મહત્ત્વનું

p. 238 | 5.5" x 8.5" | ૱ 180

કેટલાંક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ; વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્ત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ; ઋતુના ફે રફાર પ્રમાણે જીવનમાં અમુક ફે રફારો યથાકાળે સંકલ્પપૂર્વક શરૂ કરી શકીએ છીએ; અને સામાજિક જીવનમાં પરસ્પર સહકાર સાથે એકતા આણી શકીએ છીએ. કેટલીક વૃત્તિઓ મનુષ્યહૃદયને એટલી સ્વાભાવિક છે કે, તેમનું નિયમન ન થાય તો તે અમર્યાદ વધી આખું જીવન બગાડી નાખે છે. તેમનો સીધો વિરોધ અથવા બાહ્ય નિરોધ શક્ય કે સલામત નથી હોતો. દબાણથી તે વિકૃ ત થાય છે અને છૂપી રીતે અથવા અસ્વાભાવિક રીતે પોતાની તૃપ્તિ શોધે છે. આમાંની કેટલીક વૃત્તિઓ મર્યાદિત સ્વરૂપમાં ક્ષમ્ય હોય છે એટલું જ નહીં, પણ હિતકર પણ હોય છે. એમનો નાશ કરવાને બદલે જો એમને વિશુદ્ધ બનાવી ઉન્નતિને રસ્તે વાળવામાં આવે, તો સંપૂર્ણ કેળવણીમાં તેમની મદદ ભારે થાય છે. આ કાર્ય કોક કોક વાર સામાજિક રીતે જ સરસ સધાય છે. તહે વારોની મદદ આમાં ઘણી થઈ શકે એમ છે. તહે વાર પ્રત્યે અમે એ દૃષ્ટિબિન્દુ રાખ્યું છે કે, તહે વાર એ ગમે તેમ વખત વેડફી નાખવાનો કે આરામ લેવાનો રજાનો દિવસ નથી. તહે વાર અને ઉત્સવ એ કેળવણીનું એક નૈમિત્તિક અને કીમતી અંગ છે. અને આ જ

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

445


કારણે, જૂ ની પ્રથાને બની શકે તેટલી ધ્યાનમાં રાખી તહે વારોના કાર્યક્રમ એવા સૂચવ્યા છે કે, તે તે દિવસનું વૈશિષ્ટ્ય એમાંથી તરી આવે અને છતાં દરે ક કાર્યક્રમ એટલો તો હળવો રહે કે તહે વારનો થાક ઉતારવા તહે વાર પછીનો દિવસ બગાડવો ન પડે; એક રાતનો ઉજાગરો અને બીજ ે દિવસે દિવાનિદ્રા એવી અનિષ્ટ સ્થિતિ ન આવે. કેટલાક તહે વારો જ એવા છે કે જ ે મહત્ત્વના હોવા છતાં એમની પાછળ ઝાઝો કાર્યક્રમ ન હોઈ શકે. અમે એમને અર્ધા દિવસના તહે વારો ગણાવ્યા છે. એથી આગળ જઈને અમે કેટલાક પ્રસંગો એવા કલ્પ્યા છે કે, જ ે આજ ે ઉત્સવ કે તહે વારમાં ન ગણાય અને છતાં તેમનું મહત્ત્વ વિદ્યાર્થીઓની દૃષ્ટિ આગળ વરસોવરસ મૂકવું જ જોઈએ. એવા પ્રસંગોને માટે દિવસના કાર્યક્રમમાંથી એકાદ કલાક આપ્યો હોય તો બસ થાય એમ છે: ૪૦ મિનિટ, પોણો કલાક કે કલાક,—જ ેવો સમયવિભાગ હોય તેવો એક વિભાગ—આવા પ્રસંગો માટે રાખવો જોઈએ, એવી અમારી ભલામણ છે. ઉત્સાહી સંસ્થાઓ દર વરસે નવા નવા તહે વારો શોધી કાઢી શકે છે અને તહે વારોની મોટી સંખ્યામાં વધુ ઉમેરો કરી શકે છે. પણ એમાં યોગ્ય સંયમ ન હોય તો અલ્પજીવી ક્ષુલ્લક તહે વારો વધી જવાનો સંભવ ઘણો. કેટલાક તહે વારોએ જીવનધર્મને અનુસરીને વિસ્મૃતિના પેટમાં અલોપ થવું જોઈએ અને એમણે નવા તહે વારોને સ્થાન કરી આપવું જોઈએ. તહે વારો માનવજીવન માટે છે. માનવજીવન સાથે તેમનામાં પરિવર્તન થવું જ જોઈએ. 446

કેટલાક તહે વારો મહાવૃક્ષની પેઠ ે સેંકડો કે હજારો વરસ જીવે છે. કેટલાક સામાન્ય ઔષધિની પેઠ ે થોડો વખત જીવી પોતાનું કાર્ય સમાપ્ત કરે છે. પુરાણપ્રિય સનાતન ધર્મમાં જ ે કેટલાક દીર્ઘજીવી તહે વારો છે, તેમની કદર અમારી યોજનામાં કરે લી દેખાશે. નવા કેટલાક તહે વારો એમાં ઉમેર્યા છે. તે પણ સંયમપૂર્વક જ ઉમેરેલા છે. આ નવા ઉમેરામાંથી એકેએક તહે વાર દીર્ઘજીવી થાય એવી અમારી અપેક્ષા નથી, ઇચ્છા પણ નથી. આજ ે એમનું મહત્ત્વ છે. એ મહત્ત્વ જ્યાં સુધી રહે ત્યાં સુધી એ તહે વારો ટકે તો બસ છે. શ્રીવિષ્ણુની આજ્ઞાથી પ્રવર્તિત ઇતિહાસક્રમને લીધે હિં દુસ્તાનમાં દુનિયાના લગભગ બધા ધર્મો ભેગા થયા છે. હિં દમૈયાની અમીદૃષ્ટિને લીધે આ બધા ધર્મો એક કુ ટુબ ં ના બાળકની જ ેમ અહીં રહે શે. એ કુ ટુબ ં ધર્મ સ્વીકારીને દરે ક ધર્મે બીજા ધર્મોના તહે વારોને પોતાની માન્યતા અનુસાર પોતાના જીવનમાં સ્થાન આપવું ઘટે છે. આ તત્ત્વ લક્ષમાં રાખી કેટલાક તહે વારો અમે અમારી યોજનામાં ઉમેર્યા છે. આ તત્ત્વનો સ્વીકાર કર્યા છતાં અમે એનો નિયમ બનાવ્યો નથી. આપણા જીવનમાં જ ે જ ે વસ્તુ સ્વાભાવિક રીતે દાખલ થાય તેનું વિચારપૂર્વક સ્વાગત કરવું એ જ યોગ્ય ક્રમ થશે. અમારી આ યોજનામાં પારસી તહે વારોને સ્થાન અપાયું નથી એનું કારણ એ ધર્મનું મહત્ત્વ અમે ઓછુ ં સમજીએ છીએ એમ નથી; પણ આપણી સંસ્થામાં હજી એ સહકાર ખીલ્યો નથી એ જ એનું કારણ છે. અમે દૃઢપણે માનીએ છીએ કે, હિં દુસ્તાનમાં વસેલા સર્વ ધર્મો પાછળ હિં દમૈયાનો એક

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


વિકાસ એની મેળે થશે; જોકે એ બધું શિક્ષકોની પ્રતિભા અને વિદ્યાર્થીઓના ઉત્સાહ ઉપર જ આધાર રાખે છે. કાંઈ નહીં તોયે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માબાપોને પ્રસન્ન વાતાવરણમાં એકત્ર આણવાના પ્રસંગો તરીકે આ તહે વારો મહત્ત્વના છે જ. સમાજસુસ્થિતિનું ચિંતન કરનાર ચતુર શિક્ષકો આવા ઉત્સવોનો લાભ લઈ અનાયાસે સામાજિક પ્રશ્નો વિશે લોકમાનસને જાગ્રત કરશે અને લોકશિક્ષણની નાનીશી શરૂઆત કરશે. બીજી રીતે વધતા જતા આપણા સામાજિક જીવનમાં એક જ દિશામાં, પણ ભિન્ન ભિન્ન માર્ગે જતી સંસ્થાઓનો પરસ્પર પરિચય વધારવામાં પણ આપણા ઉત્સવો મોટો ભાગ ભજવી શકે છે. સ્નેહસંમેલનો કરતાં સમાજમાન્ય ઉત્સવોના પ્રસંગો આવો પરિચય નમ્રતાના વાતાવરણમાં વધારે સ્વાભાવિક રીતે કરાવે છે. ટૂ કં માં વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય, હૃદયની ઊંચી લાગણીઓ વિશિષ્ટ રીતે વિકસે અને તે દ્વારા મુખ્યત: ધાર્મિક અને સામાન્ય રીતે સામાજિક કેળવણીનું આહ્લાદદાયક સાધન મળે એ ઉદ્દેશથી આ તહે વારોની ટૂ કં ી નોંધ અમે તૈયાર કરી છે. મુખ્ય ઉદ્દેશ તો આપણી શાળા અને આપણું આશ્રમજીવન એટલા પૂરતો જ છે. છતાં ગુજરાતની અનેક શાળાઓને પણ એમાંથી થોડુઘં ણું સૂચન મળશે એવી આશા મનમાં નથી એમ નથી.

સર્વસંગ્રાહક વિશ્વપ્રેમી પ્રેમધર્મ છે. એ ઉદાર અને સર્વસહિષ્ણુ ધર્મનો પ્રભાવ જ ેમ જ ેમ દરે ક ધર્મ ઉપર પડશે તેમ તેમ સર્વ ધર્મોમાં કૌટુબિ ં ક ભાવ વધતો જશે. અમારી યોજનામાં આ વસ્તુનો સ્વીકાર છે. છતાં ઇરાદાપૂર્વક ભવિષ્યના પ્રવાહને અમુક વહે ણમાં જ દોરવાનો પ્રયત્ન અમે નથી કર્યો. જૂ નામાંથી જ ે કાંઈ સાર્વભૌમ ધર્મતત્ત્વને વિરોધી અથવા દેશકાલને અનુચિત લાગ્યું તે છોડી દીધું છે. જ ે નિર્દોષ હોવા છતાં ક્ષીણસત્ત્વ અને કાલગ્રસ્ત થયું છે તેને કૃ ત્રિમ રીતે ટકાવવાનો પ્રયત્ન કર્યો નથી. અમારી યોજનામાં ભવિષ્યકાળ માટેની તૈયારીની દૃષ્ટિ છે. છતાં તે દૃષ્ટિની ઝાઝી અસર યોજના પર પડવા નથી દીધી, કેમ કે ભવિષ્યકાળની દિશાનું ચોક્કસ દર્શન થવાને હજી થોડી વાર છે. વર્તમાનકાળની આકાંક્ષાઓ અને ભૂતકાળ પાસેથી મળેલો નગદ વારસો એનો જ અમે વિશેષ વિચાર કર્યો છે. નિરુત્સાહી નિર્જીવ કેળવણીખાતાની શિક્ષણપ્રથા સર્વત્ર ફે લાયેલી હોવાથી શાળા મારફતે તહે વારો ઊજવવાનું કામ અઘરું છે એમ જાણીને, અને નિરુદ્યમી સમાજના ઉદ્યમી થવાના પ્રયત્નમાં તહે વારો બાધારૂપ ન થઈ પડે એટલા માટે દરે ક તહે વારનો કાર્યક્રમ બહુ જ હળવો રાખેલો છે. છતાં એમાં સર્જનાત્મક અથવા વિધાયક કેળવણીની ખિલવટનું બીજારોપણ સ્પષ્ટ છે. શાલીન જીવન જ ેમ જ ેમ સમૃદ્ધ થતું જશે તેમ તેમ આ બીજનો 

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

447


ગાંધીજીને ભાંડવાનું સહે લું, સમજવાનું ઘણું અઘરું મણિલાલ એમ. પટેલ ગાંધીજીએ લખ્યું છે કે, સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને નવી ઘણી વસ્તુઓ શીખ્યો છુ .ં ગાંધીજી આજ ે હયાત નથી એટલે તેમની સામેના આક્ષેપોના જવાબ તે આપી શકે તેમ નથી, માટે છેલ્લાં થોડાંક વર્ષોથી રાજકીય લાભ માટે કેટલાંક તત્ત્વો તેમને ભાંડવાનું ચૂકતાં નથી. જોકે ગાંધીજી જીવતા હોત તો આવા લોકોને જવાબ આપવાનું પણ ટાળત. જ ે ગાંધીએ ભારતને વિશ્વભરમાં પ્રતિષ્ઠા અપાવી તેની તેના પોતાના દેશમાં થતી દુર્દશા જોઈને ગાળો ભાંડનાર પર દયા ખાવા સિવાય કોઈ વિકલ્પ નથી. કેમ કે શાસન પાસે ન્યાય મળવાની અપેક્ષા રાખવી વ્યર્થ છે. ખુદ ગાંધી પણ ગોડસેને સજા કરવાના હિમાયતી ન હતા. એટલે પોતે હયાત હોત તોપણ આજના જૂ ઠાણાનો જવાબ આપવાનું તેમણે યોગ્ય ન માન્યું હોત. ગાંધીને આપણે દેવ કે ભગવાન બનાવવા નથી. તે પણ માણસ હતા. તેમનાં કાર્યોનું તટસ્થ મૂલ્યાંકન જરૂર થઈ શકે પણ તે માટે તેમના જીવનકાર્યને ભૂંસવાની જરૂર નથી. દેશ જ્યારે આઝાદીનો જશ્ન મનાવી રહ્યો હતો ત્યારે ગાંધી હિં દુ-મુસ્લિમ તોફાનો ડામવા ને કોમી શાંતિ માટે નોઆખલીમાં ઉપવાસ પર હતા, તેની આજની વૉટ્સઍપિયા યુનિવર્સિટીના યૂઝરો, ચાહકોને ભાગ્યે જ ખબર હશે. ગાંધીજીએ કહે વું હતું કે, “નિંદા કરનારાઓથી ગભરાવાની જરૂર નથી, સ્તુતિ કરનારાઓથી 448

ડરવું.’’ ગાંધી કે તેમના પરિવારના સભ્યોએ તેમની હયાતીમાં રાજકારણમાં ઝંપલાવ્યું નહીં. ગાંધીજીએ ઇચ્છ્યું હોત તો તેમને રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન થતાં કોણ રોકી શક્યું હોત! ગાંધીએ તો દેશ પાસેથી કશું લીધું નહીં, આજીવન દેશને આપ્યું ને પોતે બંદૂકની ગોળીઓ લીધી. મરતાં પણ ‘હે , રામ’ બોલનારના નસીબમાં આજ ે ગાળો લખાયેલી છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની વકીલાત ચાલતી ન હતી માટે તેઓ ભારત પરત આવ્યા ન હતા. આજની પેઢીને કલ્પના પણ ન આવે તેટલી તેમની વકીલાતની આવક હતી. ગાંધીજીની વકીલાતની વાર્ષિક આવક ૫,૦૦૦ પાઉન્ડ હતી. આવી ધીકતી કમાણી ૧૯૦૪માં છોડી દીધી પણ કેસ મફત લડતા હતા. આજના હિસાબે ગણીએ તો કરોડો રૂપિયા થાય. તે છોડીને તેમનો દેશપ્રેમ ને દેશને આઝાદ કરવાની તમન્ના તથા પ્રબળ ભાવના તેમને દેશમાં ખેંચી લાવી. કોઈની અપીલથી કે કોઈથી પ્રેરાઈને નહીં પણ પોતે સ્વેચ્છાએ અંતરાત્માના અવાજ મુજબ દેશસેવા માટે ભારત પરત આવ્યા હતા. ‘હરિજનબંધુ'ના ૩-૩-૧૯૪૦ના અંકમાં ગાંધીજીએ લખ્યું છે કે, ‘‘ગાંધીવાદ જ ેવી કોઈ વસ્તુ છે જ નહીં, અને મારે મારી પાછળ કોઈ સંપ્રદાય મૂકીને જવું નથી. મરણ પછી મને ખબર પડી શકતી હોય અને પડે કે જ ે જ ે કંઈ જિંદગીમાં મેં આરાધ્યું હતું તે માત્ર

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


સંપ્રદાય બનીને રહ્યું છે તો મને ઊંડી વેદના થાય.’’ ગાંધીએ કહ્યું હતું કે, ‘‘મારા જીવનમાંથી તમને જોઈતું પ્રોત્સાહન ન મળી શકે તો કલમમાંથી પ્રગટેલું કંઈ કશા જ કામમાં નહીં આવે.” ગાંધીજીમાં વિચારોની કોઈ જડતા ન હતી. ૩૦-૪-૩૩ના ‘હરિજનબંધુ’માં ગાંધીજીએ લખ્યું છે કે, ‘‘મને સર્વકાળે એક જ રૂપમાં દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને નવી ઘણી વસ્તુઓ શીખ્યો છુ .ં ઉંમરમાં હં ુ ભલે વૃદ્ધ થયો હોઉં પણ મારો આંતરિક વિકાસ અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનસ ુ રવાની મારી તત્પરતા છે. તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જ ેવું જણાય ત્યારે , જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો એ જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.’’ ગાંધીજી ને સરદારની વાત આવે ત્યારે પણ ગાંધીજીને ભાંડવામાં આવે છે. પણ ભાંડનારાને ભાન નથી કે ગાંધીજી ન હોત તો દેશને સરદાર પટેલ જ ન મળ્યા હોત. સરદાર પણ ક્યાંક વકીલાત કરીને અઢળક ધન કમાતા હોત. સરદાર એ ગાંધીની દેશને અદ્ભુત દેણ છે. બંનેના સંબંધો પરસ્પરની ઊંડી સમજ પર આધારિત હતા. સરદારે ખુદ કહ્યું છે કે, ‘‘હં ુ કંઈ એવો પાગલ નથી કે અડધી પોતડી પહે રેલા માણસ પાછળ સમજ્યા વિના ચાલું.” ગાંધી ને સરદારની સમજદારી, ત્યાગ, અનાસક્તિ, તપશ્ચર્યાથી આજ ે દેશ

બેઠો છે, ઊભો છે. કહે વાતા કેટલાક ધર્મપુરાણો કરતાં ખાદીની ટૂ કં ી પોતડીમાં ગાંધી વધુ સાચા સંસારી સાધુ હતા. ને મજબૂત સાચું સાધુત્વ ધરાવતા હતા. આજ ે અખંડ ભારતની બાંગો પોકારનારાં તત્ત્વો એ ભૂલી જાય છે કે ગાંધી ભાગલાના વિરોધી હતા. ગાંધીના આચાર ને વિચારમાં તફાવત ન હતો. એટલે જ તો એમનું જીવન જ એમનો સંદેશ ગણાય છે. અસ્પૃશ્યોને પ્રવેશ ન મળતો હોય તેવાં મંદિરોમાં ગાંધી કદી ગયા નથી ને પુરીના મંદિરમાં દર્શન કર્યા વિના પાછા ફર્યા હતા. આજ ે દલિત ઉદ્ધારની મોટીમસ વાતો કરનારા નેતાઓની ફોજમાં આવો અસ્પૃશ્યોને પ્રવેશ ન મળતો હોય તેવા મંદિરમાં ન જનારો નેતા દીવો લઈને શોધવા જઈએ તોય ન જડે. ગાંધીએ કહ્યું હતું કે, ‘‘મારે દુનિયાને નવું કશું શીખવવાનું નથી. સત્ય ને અહિં સા અનાદિકાળથી ચાલ્યાં આવે છે.’’ ગાંધીએ પ્રબોધેલાં ૧૧ મહાવ્રતોમાં દુનિયાની તમામ આર્થિક, સામાજિક, ધાર્મિક, રાજકીય ને રાષ્ટ્રીય સમસ્યાઓનો ઉકેલ છે. ગાંધીનાં ૧૧ મહાવ્રતો ને તેમણે ચીધેલાં સાત પાપ આજના જાહે રજીવનનાં સૌથી મોટાં ને ઊંચાં જીવનમૂલ્યો છે. તેના પાયામાં વૈશ્વિક એકતા, સમાનતા, શાંતિ ને ભાઈચારાની ભાવના ભરપૂર છે. ગોપાલન, ગૌસેવા, ધર્માંતરના ગાંધીના વિચારો જાણીતા છે. ગાંધી ગૌસેવા ને ગોપાલનના પ્રબળ હિમાયતી ને ધર્માંતરના વિરોધી હતા. તેમનો સર્વધર્મ સમભાવ કે સદ્ભાવ દેશની આજની એકતાને અખંડિતતાના વિચારોના પાયામાં છે. હિં સાથી

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

449


એકબીજાથી નોખા પાડવા સારુ નહીં પણ એકઠા કરવા અને એક સૂત્રે પરોવવા સારુ છે. બધા ધર્મો મૂળે એક છે ને તે બધા એકબીજાને સહાયકર્તા છે.’’ પોતાનો જન્મદિન રોજગારલક્ષી ‘રેં ટિયાબારશ' તરીકે ઊજવવાની ગાંધીજીએ સંમતિ આપેલી પણ એક વાર બાપુના જન્મદિને કસ્તુરબાએ પ્રાર્થનાસભામાં ઘીનો દીવો મૂક્યો હતો. બાપુએ નારાજ થઈને કહ્યું, આસપાસના ગામોના લોકો પાસે રોટલી પર ચોપડવા તેલ પણ નથી. ને આજ ે મારા જન્મદિને ઘી બળી રહ્યું છે. આજ ે સત્કર્મ કરવાનું હોય, પાપ નહીં. જ ે ચીજ ગરીબોને ખાવા મળતી નથી તેનો દુરુપયોગ આપણાથી કેવી રીતે થાય! આપણે ગાંધીજીને માન ન આપી શકતા હોઈએ તો વાંધો નહીં, પણ ગાળોના વાઘા તો કમસેકમ ન પહે રાવીએ. ગોડસેની પ્રતિમા બનાવનાર, મૂકનાર કે ગાંધીની પ્રતિમા તોડનાર દેશદ્રોહી ગણાતો નથી તે આપણું દુર્ભાગ્ય છે. પણ ગાંધીમાર્ગે અન્યાય પ્રતિકાર માટે સંઘર્ષ કરનાર હવે ગુનેગાર ગણાય તે દુઃખદ છે. ગાંધી તો સમજીને અમલમાં — આચરણમાં મૂકવાની ચીજ છે; તેના મંદિરની પણ જરૂર નથી. [સંદેશ, તા. ૫-૧-૨૨]

પ્રશ્નો ઊકલતા નથી તે વાત પણ હવે દુનિયાને સ્વીકારવી પડશે. ગાય, ગંગા ને ગીતા ગાંધી માટે કોઈ રાજકીય લાભના નહીં પણ જીવનમૂલ્યોના પાયાના મુદા હતા. ગાંધીજીએ કહ્યું હતંુ કે, હં ુ પુનર્જન્મ માગતો નથી પણ આવતે જન્મે જન્મું તો અંત્યજ જ જન્મું અને તેમને પડતાં દુઃખો અનુભવું. હં ુ બાહ્મણ, વૈશ્ય કે શૂદ્ર નહીં, અતિશૂદ્ર જ જન્મવા માગું છુ .ં ગાંધીનો મેન્યુફેસ્ટો ગણો કે સંકલ્પપત્ર, તેમનો રચનાત્મક કાર્યક્રમ હતો. તેમને મન માત્ર રાજકીય આઝાદી નહીં, પણ પ્રજાની આબાદી મહત્ત્વની હતી. ગાંધીજીએ ‘ધર્મ’ વિશે કહ્યું છે કે ‘‘હિં દુ ધર્મ કોઈ સાંકડો મત કે સંપ્રદાય નથી. એના ઉદરમાં સંસારની સર્વ વિભૂતિઓની પૂજાને સ્થાન છે. હિં દુ ધર્મ દરે ક માણસને તેની પોતાની જ શ્રદ્ધા અગર ધર્મની ઢબે ઈશ્વરને ભજવાનો આગ્રહ કરે છે અને તેથી સર્વ ધર્મોની જોડે તેની સુલહ છે. ધર્મ તો એક જગાએ પહોંચવાના જુદા જુદા રસ્તા છે. બધા ધર્મોનો આત્મા તો એક જ છે. જુદા જુદા ધર્મોના બધા માણસો એકબીજાનો સંપર્ક વધારે તો આ દુનિયા વસવાટ માટેનું ઘણું સુંદર સ્થાન બની જાય. એકબીજા વિશે જરાય શંકા-કુ શંકા કે ઈર્ષ્યા વિના સાથે કામ કરતા બધા ધર્મોનું માન જાળવે તો ધર્મો માણસને 

450

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


નવજીવન Talks

નવજીવન ટ્રસ્ટ ગાંધીસાહિત્યના પ્રચાર-પ્રસાર અર્થે કાર્યરત છે. નવજીવન દ્વારા ગાંધીસાહિત્ય દેશ-દુનિયામાં પહોંચી શક્યું છે. જોકે હવે નવજીવન માત્ર પ્રકાશનસંસ્થા તરીકે જ નહીં પણ તેના અન્ય ઉપક્રમથી પણ લોકો સુધી પહોંચી છે. આ ઉપક્રમમાં કર્મ કાફે , સત્ત્વ, રં ગજ્યોત અને આર્ટ ગૅલેરીનો સમાવેશ થાય છે; તદ્ઉપરાંત જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હૉલ પણ છે. લોકો સાથેનો સેતુ જીવંત રહે તે માટે નવજીવન દ્વારા અનેક ઉપક્રમ આરં ભાયા છે; હવે તેમાં નવજીવન Talks કાર્યક્રમનો સમાવેશ થયો છે. છેલ્લા ત્રણ મહિનાથી નવજીવન Talksનું આયોજન થઈ રહ્યું છે, અને તેમાં સાહિત્યિક ગોષ્ઠી થાય છે, સર્જકો પોતાના સર્જન વિશે રજૂ આત કરે છે, સર્જક અને ભાવક મુખોમુખ થાય છે. નવજીવનની આ પહે લે ટૂ કં ા ગાળામાં જ ચાહના પણ મેળવી છે. નવજીવન Talksનું આયોજન નવજીવનના આંગણે આવેલા જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હૉલમાં દર રવિવારે સવારે અગિયાર વાગ્યે થાય છે. આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકારો, સર્જકો અને વિવિધ ક્ષેત્રની સર્જનાત્મક હસ્તીઓને નવજીવન આવકારે છે. અહીંયાં ભાવક સમક્ષ સર્જક અભિવ્યક્ત થાય છે. તમામ પ્રકારના સાહિત્યને અનુલક્ષીને તેમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થાય છે. જ ેમ કે • ‘સર્જક વંદના’માં દિવંગત સાહિત્યકારો વિશે અથવા તો તેમની કૃ તિ વિશે વક્તાશ્રી વિસ્તૃત રસદર્શન કરાવે છે. • ‘કાવ્યગોષ્ઠિ’માં ગુજરાતી ભાષાના જાણીતા અને નવોદિત કવિઓ પોતાના કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે રજૂ આત કરે છે, સાથે પોતાની રચનાઓનું પઠન કરે છે. • ‘વાર્તાવાર’માં ગુજરાતી સાહિત્યના જાણીતા અને સશક્ત નવોદિત સર્જકો પોતાની અપ્રગટ નવી ટૂ કં ી વાર્તાનું વાચન કરે છે. તેમની લેખનપ્રક્રિયાને પણ તેઓ મૂકી આપે છે. આ ઉપરાંત નવજીવન Talksમાં વિવિધ ક્ષેત્રની સર્જનાત્મક હસ્તીઓ પોતાના જીવન, અનુભવની વાત કરીને પોતાની કેફિયત રજૂ કરે છે. આ ઉપક્રમમાં અત્યાર સુધીમાં સૌમ્ય જોશી, રાજ ેન્દ્ર શુક્લ અને માધવ રામાનુજ ‘કાવ્યગોષ્ઠિ’માં આવી ચૂક્યા છે. ‘વાર્તાવાર’માં પુરસ્કૃત વાર્તાકારો વિજય સોની અને અજય સોનીએ પોતાની ટૂ કં ી વાર્તાની સર્જનપ્રક્રિયા વર્ણવી અને અપ્રકાશિત વાર્તાઓનું પઠન કર્યું. રઈશ મણિયારે વાર્તાકાર તરીકે પ્રસ્તુત થઈને વાર્તાસર્જન વિશે વાતો કરી અને શ્રોતાઓ સાથે સંવાદ કર્યો. સુભાષ ભટ્ટે હિમાલય સાથેના તેમના અવિરત પ્રવાસનો અનુભવ લોકો સમક્ષ બયાન કર્યો. આર. જ ે. ધ્વનિતે પોતાની કેફિયત રજૂ કરી, જ ેમાં તેઓએ પોતાની કારકિર્દીનાં સુખદ સંસ્મરણો વાગોળ્યાં હતાં. વિવેક દેસાઈએ ‘બનારસ ડાયરી’ વિશે વાતો કરીને બનારસના અનુભવો શેર

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

451


કર્યા. પ્રશાંત દયાળે તેમની ‘શતરં જ’ નવલકથા લખવાના અનુભવો શ્રોતા સમક્ષ મૂક્યા હતા. મિત્તલ પટેલ પણ તેમના બેસ્ટસેલર પુસ્તક ‘સરનામા વિનાનાં માનવીઓ’ વિશે નવજીવન Talksમાં રૂબરૂ થયાં હતાં. આ દરે ક કાર્યક્રમની વિડિયોગ્રાફી થાય છે અને સમયાંતરે તે નવજીવન ટ્રસ્ટની યૂટ્યુબ ચૅનલ પર મૂકવામાં આવે છે. યૂટ્યુબ પર આ વિડીયો મૂકાયા બાદ તેની લિંક નવજીવનના સોશિયલ મીડિયા પેજ પર શેર કરવામાં આવે છે. આ કાર્યક્રમનું આમંત્રણ મેળવવા

Navajivan Trust

તમારા નામ-સંપર્કની વિગત નીચે આપેલા

navajivantrust.admin

ફોન નંબર પર મોકલી આપવી :

navajivantrust

ફોન : 63540 02409

વિજય સોની

મિતલ પટેલ

452

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


ધ્વનિત ઠાકર

માધવ રામાનુજ

રઈસ મણિયાર

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

અજય સોની

453


પ્રશાંત દયાળ

સુભાષ ભટ્ટ

રાજ ેન્દ્ર શુક્લ

વિવેક દેસાઈ

સૌમ્ય જોશી

454

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ

ડિસેમ્બર ૧૯૨૧ – જાન્યુઆરી ૧૯૨૨ સ્વરાજ મેળવવાની ગાંધીજીની તાલાવેલી છતાં સ્વરાજ અહિં સક રીતે જ મળવું જોઈએ તેવા ઠોસ પ્રયાસ તેમના હતા. અહિં સક વિચારની દૃઢતા સતત જાહે ર કરતા હોવા છતાં તે અંગેના સવાલો અવારનવાર ઊભા થતા. જ ેવા સવાલો ઊભા થાય કે તુરં ત તેની સમજ સ્પષ્ટ થાય તેના પ્રયાસો ગાંધીજી આદરે છે. ૨૭ ડિસેમ્બરના રોજ नवजीवनમાં પ્રકાશિત ‘મારી નોંધ’ વિભાગમાં “મોટી જરૂર” મથાળેથી તેઓ લખે છે : “ધારો કે અંગ્રેજ સત્તા હિં દુસ્તાનમાંથી ગઈ, તો પછી મવાલીઓની આદતોમાંથી આપણને કોણ બચાવશે? આ ચોખવટ કંઈ સ્વરાજની પછી નથી થવાની, પણ એ ચોખવટ થવી એ સ્વરાજ મળવાની એક શરત છે. જો તેઓને આપણા પ્રેમ વડે આપણે વશ ન કરી શકીએ તો તેઓને વશ રાખવા જ ેટલું તલવારબળ તો આપણી પાસે નથી જ. અને મારા જ ેવા તો તેઓની તલવારથી મરવું પસંદ કરે , પણ તેમને તલવારથી મારીને જીવવાનો પ્રયત્ન પણ ન કરે .” આ વાત પછી તેમાં જ ે વિઘ્ન આવે છે તે વિશે ગાંધીજીએ વિવિધ છ મતોને દર્શાવ્યા છે. આ મતોને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં પણ જોઈ શકાય. શાંતિ માટે ગાંધીજીની આ સલાહ જ ેમ આજના યુગમાં ગાંઠ ે બાંધી લેવા જ ેવી છે, તે રીતે હાલના સોશિયલ મીડિયાના સમયમાં તેમનું ‘અફવાઓથી સાવધાન રહો’નું લખાણ પણ અગત્યનું છે. તેઓ લખે છે : “વગરવિચારે કેવળ અફવાઓને આધારે વર્તતાં કદી પણ શીખવું ન જોઈએ. પોણા ભાગનો ગભરાટ તો આવી તોફાની અફવાઓમાંથી ઊભો થયો હતો. મંદિરોનો નાશ થયાનું કે કેટલાક મહાન નેતાઓ ઘવાયાનું કે મારી નખાયાનું લોકો સાંભળે તો તેથી શું થઈ ગયું? લોકોએ સલાહ લીધા વિના કંઈ જ ન કરવું.” રમખાણો, અફવા અને ખૂનામરકીને કારણે આ દરમિયાન તેમના લખાણમાં આ વિષયોની ચર્ચા વધુ થઈ છે. આ રીતે વર્તવા માટે તેઓ ઉકેલ પણ આપે છે : ‘વડી ચાવી’ નામના नवजीवनમાં પ્રકાશિત લેખમાં તે વિશે લખે છે : “મોટી સંસ્થાઓમાં કોટડીઓને સારુ એક ચાવી હોય છે તે બધા દરવાજાને લાગુ પડે છે. તે તે દરવાજાની ચાવી તો તેને જ સારુ કામની હોય છે, પણ એક અધિકારીની પાસે બધે લાગુ પડે એવી ચાવી રહે છે. તેને અંગ્રેજીમાં ‘માસ્ટર કી’ કહે છે. તેનો તરજુ મો ‘વડી ચાવી’ મેં આ લેખને મથાળે મૂકેલ છે. ... બધાની વડી ચાવી — સર્વોપરી માત્રા — પ્રેમમાં રહે લી છે. જ ે અસહકારમાં પ્રેમ નથી તે રાક્ષસી છે; જ ેમાં પ્રેમ છે તે ઈશ્વરી છે. પેગંબરસાહે બે મક્કાના આરબોની સાથે તેર વર્ષ અસહકાર કર્યો તે પ્રેમને વશ થઈને. મક્કાના આરબોની આંખો તેમણે પ્રેમથી ઉઘાડી. મીરાંએ કુંભારાણાની સાથે અસહકાર કર્યો તે કંઈ દ્વેષથી નહીં. કુંભારાણાની શિક્ષાઓ એણે પ્રેમપૂર્વક સ્વીકારી.” [ગાં. અ. ૨૧ : ૪૭૨]

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

455


સ્વદેશીનો પ્રચાર, પંજાબમાં થઈ રહે લો ધરપકડોનો વિરોધ, પ્રિન્સ ઑફ વેલ્સ આવી રહ્યા છે તેમના સ્વાગતના બહિષ્કાર ન થાય તે માટે થઈ રહે લી આગેવાનોની પકડાપકડી, મોપલાઓનો કરુણ બનાવ જ ેવી ઘટનાઓ અંગે ગાંધીજીનો મત સતત પ્રગટ થઈ રહ્યો છે. બારડોલીમાં અસ્પૃશ્યતા દૂર કરવાની બાબતને પણ ગાંધીજીએ લેખનમાં સમાવી છે. આ દરમિયાન દેશની પ્રજા સ્વરાજને નજીક જોઈ રહી હતી. લખાણમાં ગાંધીજીની માન્યતા પણ એવી જ દેખાય છે. થઈ રહે લી ધરપકડોને ગાંધીજી વધાવી રહ્યા છે. જોકે અહિં સાનો ભંગ ન થાય તેવી સૂચના અવારનવાર તેમનાં પત્રોમાં, લખાણોમાં છે. માર્ચ, ૧૯૨૨માં જ ે લેખો માટે ગાંધીજી સામે કામ ચલાવવામાં આવ્યું હતું તેમાંનો એક લેખ ‘વાઇસરૉયની મૂંઝવણ અને તેનો ઉકેલ’ ૧૫ ડિસેમ્બરના રોજ नवजीवन અને यंग इन्डियाમાં પ્રકાશિત થયો. આ દરમિયાન સૂચિત ગોળમેજી પરિષદની ચર્ચા છે, અમદાવાદમાં યોજાયેલા કૉંગ્રેસ અધિવેશનમાં ભાષણો કર્યાં છે. બંગાળના ડેલિગટોની સાથેની મહત્ત્વની મુલાકાત થઈ છે. આ બધી રાષ્ટ્રીય પ્રવૃત્તિનું સંચાલન ગાંધીજીએ અમદાવાદથી જ કર્યું છે. જાન્યુઆરી મહિનામાં ગત મહિનાની પ્રવૃત્તિ આગળ વધતી દેખાય છે. ખરે ખરાં સમાધાનની ખાતરી ન મળે ત્યાં સુધી અસહકાર મુલતવી રાખવાનું ગાંધીજી સ્વીકારતા નથી. અસહકાર જ ેમ વધી રહ્યો છે તેમ અંગ્રેજ સરકારની ધોંસ પણ વધી રહી છે. વર્તમાનપત્રોની સ્વતંત્રતા પર પણ સરકારે અંકુશ લગાવ્યો. આ અંકુશ અંગે ગાંધીજી ઉકેલ આપતાં જણાવે છે : “હસ્તલિખિત વર્તમાનપત્ર, વીરતાભર્યા સમય માટેનો વીરતાભર્યો ઇલાજ છે.” [ગાં. અ. ૨૨ : ૧૬૮]. લડતમાં તેઓ સ્ત્રીઓનો હિસ્સો જોઈ રહ્યા છે અને તેમને ભાગ લેવા પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે. પૂરા મહિના દરમિયાન નાની-મોટી અનેક ઘટનાઓ છે જ ેની સાથે ગાંધીજી સંલગ્ન થઈ રહ્યા છે. ગાંધીજી માટે સ્વરાજ જ ેટલો મહત્ત્વનો મુદ્દો હિં દુમુસ્લિમ એકતાનો છે. મલબારમાં મોપલાઓના ઉપદ્રવે તેમાં તિરાડ પાડી હતી. મોપલાઓએ હિં દુઓ પર અત્યાચાર કર્યા હતા તેને મુસ્લિમ લીગના મૌલાના હસરત મોહાનીએ વેરની યોગ્ય વસૂલાત તરીકે વાજબી ઠરાવી હતી. તે અંગે પોતાના મત મૂકવા અર્થે ગાંધીજીએ ‘દોસ્તીનો ન્યાય’ નામે લેખ લખ્યો છે. તેમાં તેઓ લખે છે : “હિં દુમુસલમાન બંને નબળા રહ્યા. નબળો જ હમેશાં રોષ કરે છે ને દ્વેષ કરે છે. હાથી કીડીનો દ્વેષ નથી કરતો. કીડી કીડીનો દ્વેષ કરે છે. જ ે હિં દુ મોપલાઓનાં અપકૃ ત્યોથી કે મૌલાનાના બચાવથી ડરે છે ને જ ે મુસલમાન વગર જોયે તપાસ્યે મોપલાઓનો બચાવ કરે છે તે બંને હિં દુમુસ્લિમ એકતાની શરતને સમજતા નથી.” [ગાં. અ. ૨૨ : ૧૮૬-૧૮૭] અતિવ્યસ્ત રાજકીય માહોલ વચ્ચે પણ પ્રજાકેળવણી તેમના દ્વારા થઈ રહી છે. ‘સુખમાં દુઃખ’ નામે લેખમાં તેઓ સત્તા અને સ્વરાજનો ભેદ સમજવતા લખે છે : “આપણામાંના ઘણા કેવળ સત્તાને સારુ જ ફાંફાં મારી રહ્યા છીએ. સત્તાની લૂંટમાં હં ુ વિક્ષેપો ને વિઘ્નો જોઉં છુ ,ં તેમાં હં ુ મારામારી જોઉં છુ .ં સ્વરાજની લૂંટમાં તો શુદ્ધ હરીફાઈ જ હોઈ શકે. સ્વરાજ એટલે પોતાનું — પોતાની ઉપર રાજ. એ યુદ્ધમાં તો જ ે નમે — જ ે ખમે તે પહે લો.” [ગાં. અ. ૨૨ : ૨૧૭] 456

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


૧૯૨૦ ડિસેમ્બર ૧ અમદાવાદ. સુરત : ઉતારો અનાવિલ છાત્રાલયમાં. ૨ સુરત : સ્વામી શ્રદ્ધાનંદ મળવા આવ્યા. બારડોલી : ઉતારો સ્વરાજ આશ્રમમાં. સરભોણ : સભાઓ — કાર્યકરોની, સ્ત્રીઓની અને જાહે ર. વાંકાનેર; વાલોડ : બંને સ્થળે સભાઓ. બારડોલી : રાત્રે કાર્યકરો સાથે ચર્ચા. ૩ બારડોલી : ચર્ચા ચાલુ. કડોદ વરાડ, બારડોલી : જાહે ર સભાઓ સુરત. ૪થી ૫ (મુંબઈ). ૬થી ૮ અમદાવાદ. ૯ અમદાવાદ : પારસીઓ સાથે ચર્ચા, સ્થળ ‘સેવાશ્રમ’. ૧૦ અમદાવાદ : મજૂ ર હૉસ્પિટલનું ઉદ્ઘાટન, સમય રાતના આઠ, સ્થળ મગનભાઈની વાડી. ૧૧ અમદાવાદ. ૧૨ (અમદાવાદ). ૧૩થી ૧૬ અમદાવાદ. ૧૭ નડિયાદ. બોરીઆવી. કરમસદ. અમદાવાદ : જમનાદાસ દ્વારકાદાસ અને હૃદયનાથ કુંઝરૂ સાથે ચર્ચા. ૧૮ અમદાવાદ : ચર્ચા ચાલુ, સવારના એક વાગ્યા સુધી. કાનજી દ્વારકાદાસ સાથે ચર્ચા. આવતી કૉંગ્રેસની સ્વાગત

સમિતિની બેઠકમાં ભાગ લીધો; સમય સાંજના ત્રણ. ૧૯થી ૨૧ અમદાવાદ. ૨૨ અમદાવાદ : કૉંગ્રેસના સ્થળે બાંધેલા ખાદીનગરમાં રહે વા ગયા. ૨૩ અમદાવાદ : વર્કિંગ કમિટીની બેઠકમાં હાજર. સ્વયંસેવક દળ સમક્ષ પ્રવચન. ૨૪ અમદાવાદ : વિષયવિચારિણી સમિતિમાં ભાગ લીધો. સ્વરૂપરાણી નેહરુ1ના હાથે સ્વદેશી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું એ સમયે હાજર.2 ૨૫ અમદાવાદ : એ જ સમિતિમાં હાજર. મુસ્લિમ પ્રતિનિધિઓ સાથે ચર્ચા. ૨૬ અમદાવાદ. ૨૭ અમદાવાદ : કામચલાઉ પ્રમુખ હકીમ અજમલખાન પ્રમુખપણા નીચે ભરાયેલી કૉંગ્રેસની ખુલ્લી બેઠકમાં ભાષણ, સમય સાંજના ત્રણ. ખિલાફત પરિષદની બેઠકમાં હાજર, સમય રાત્રે આઠ. ઝીણા, માલવિયાજી અને જયકર, સરકાર સાથે સુલેહ કરવા સમજાવવા આવ્યા, સમય રાત્રે બાર. ૨૮ અમદાવાદ : વિષયવિચારિણી સમિતિમાં ભાગ લીધો. કૉંગ્રેસની ખુલ્લી બેઠકમાં હાજર; એમણે જ રજૂ કરે લો સત્યાગ્રહનો ઠરાવ પસાર થયો. અંત્યજોની સભામાં

1. મોતીલાલ નેહરુનાં પત્ની 2. કૉંગ્રેસના ઇતિહાસમાં આ પહે લું એવું પ્રદર્શન હતું કે જ ેમાં કેવળ ખાદી જ પ્રદર્શિત કરવામાં આવી હતી, અને જ ેમાં પરદેશી તો શું, પણ હિં દના મિલકાપડને પણ સ્થાન નહોતું.

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨]

457


હાજર, સમય રાત્રે સાડા આઠ, સાહે બ1 ઑલ ઇન્ડિયા મુસ્લિમ પ્રમુખ પંડિત રામભજ દત્ત ચૌધરી. લીગની બેઠકમાં હાજર, પ્રમુખ ૨૯ અમદાવાદ : જુદા જુદા પ્રાંતોમાંથી મૌલાના હઝરત મોહાની. આવેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા. ૩૧ અમદાવાદ : રાષ્ટ્રીય સંગીત વર્કિંગ કમિટીની બેઠકમાં હાજર. પરિષદમાં પ્રમુખપદે, સ્થળ બીજી ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કૉંગ્રેસનો મંડપ. ખાદીનગરમાંથી પ્રવચન, પ્રમુખ સરોજિની નાયડુ. નીકળી આશ્રમમાં રહે વા ગયા. પૉલ ૩૦ અમદાવાદ : વર્કિંગ કમિટીની રિશાર્ડના ભાષણમાં હાજર, સમય બેઠકમાં હાજર. સ્ત્રીઓની સભામાં સવારે સાડા આઠ, સ્થળ ગુજરાત હાજર, પ્રમુખ આબાદી બાનુ બેગમ મહાવિદ્યાલય.

૧૯૨૨-જાન્યુઆરી મુલાકાત આપી. ૧૮થી ૨૬ અમદાવાદ. ૨૭ સુરત : ઝીણા અને શેઠ અંબાલાલ સારાભાઈનો તાર આવવાથી મુંબઈ જવા નીકળ્યા. ૨૮ મુંબઈ : ઝીણાએ અને સર્વપક્ષ નેતા પરિષદના પ્રતિનિધિઓએ સત્યાગ્રહ મોકૂ ફ રાખવા આગ્રહ કર્યો, પણ ગાંધીજીએ ના પાડી. ૨૯ બારડોલી : સુરતના મદદનીશ કલેક્ટર શિવદાસની મળવા આવ્યા. બારડોલી તાલુકા પરિષદમાં સામુદાયિક સવિનયભંગની લડત શરૂ કરવાની દરખાસ્ત મૂકી, સમય અઢી વાગ્યે, પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ. દરખાસ્ત પસાર થઈ. ૩૦ બારડોલી. ૩૧ બારડોલી. સુરત : વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લીધો.

૧થી પ અમદાવાદ. ૬ અમદાવાદ : પૉલ રિશાર્ડ સાથે ચર્ચા. ૭થી ૧૨ અમદાવાદ. ૧૩ મુંબઈ : અસહકારવાદી નેતાઓ સાથે ચર્ચા. ૧૪ મુંબઈ : ચર્ચા ચાલુ. સર્વ પક્ષ નેતાઓની સભામાં ભાગ લીધો, સમય સાંજ ે ત્રણ, સ્થળ કાવસજી જહાંગીર હૉલ, પ્રમુખ શંકરન્ નાયર. ૧૫ મુંબઈ : આ સભાએ, ઠરાવો ઘડવા નીમેલી પેટાસમિતિમાં ભાગ લીધો, સભાની બેઠકમાં ભાગ લીધો. ઝીણા મળવા આવ્યા, સમય રાત્રે દસ. ૧૬ મુંબઈ : માલવિયાજી મળવા આવ્યા. ૧૭ મુંબઈ : વર્કિંગ કમિટીની બેઠકમાં હાજર. ‘સ્વરાજ’ પત્રના પ્રતિનિધિને 

1. અલીભાઈઓનાં માતુશ્રી. 458

[ ડિસેમ્બર ૨૦૨1-જાન્યુઆરી ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


શાશ્વત ગાંધી પુસ્તક પંચામૃત ગાંધી દોઢસોમી જન્મજયંતીના અવસરે પ્રકાશિત (પાંચ ગ્રંથોનો સંપુટ)

સંકલન : રમેશ સંઘવી સંપુટની કિંમત રૂ. 1,250 “ગાંધીજીનાં જીવન, કર્મ અને દર્શનના મહાસાગરમાંથી એક નાની-શી ધારા વહે વડાવવા અને અંજલિમાં ઝીલવા ઑક્ટોબર 2011થી ‘શાશ્વત ગાંધી’ નામે પત્રિકા શરૂ કરી અને અદ્યાપિ 64 અંકોનાં 3000થી પણ વધારે પૃષ્ઠોમાં દેશવિદેશના ચિંતકો, કર્મશીલો, અભ્યાસીઓ, સંશોધકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓના સુંદર, ભાતીગળ અભ્યાસલેખો, અનુભવલેખો મૂકી શકાયા. આ અંકોના લેખો વાંચતાં અને સમજતાં થતું કે હવે આમાંનું કેટલુંક પુસ્તકો રૂપે મુકાવું જોઈએ. ‘શાશ્વત ગાંધી’ના અંકોમાંથી પસંદગી કરી, તેનું વિભાગીકરણ કરી કેટલીક સામગ્રી આ પાંચ ગ્રંથોમાં છે.’’ - રમેશ સંઘવી, પ્રસ્તાવનામાંથી મીડિયા પબ્લિકેશન, જૂ નાગઢ દ્વારા પ્રકાશિત આ પુસ્તક-સંપુટ નવજીવન ખાતે ઉપલબ્ધ ૪૫૯


“પ્રેમ વડી ચાવી છે એટલું જ નહીં, પણ એ જ એક ચાવી છે.” – મો. ક. ગાંધી

૪૬૦


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.