Navajivanno Akshardeh April 2022

Page 1

વર્ષૹ ૧૦ અંકૹ ૦૪ સળંગ અંકૹ ૧૦૮ • એપ્રિલ ૨૦૨૨

છૂ ટક કિંમત ઃ _ ૧૫

સમાજની સીડીને છેડ ે છે સૈનિક; બંદૂક, પિસ્તોલ અને તલવાર વડે સજ્જ એ શક્તિહીન માણસોની કતલ કરે , તેમને રિબાવે, મારે પણ મનથી એ નચિંત છે કે પોતાના દરે ક દુષ્ટ કર્મની જવાબદારી હુકમ આપનાર ઑફિસરે લેવાની છે. સીડીની ટોચ તરફ છે પ્રધાન, પ્રમુખ અને ઝાર. યુદ્ધ જુ લમ, ફરજિયાત લશ્કરી ભરતી અને ખૂનના આદેશો તેઓ આપે છે. પણ તેઓ મનથી નચિંત છે, એમ માનીને કે પોતાનું પદ ઈશ્વર વડે આપવામાં આવેલ છે, અથવા એમ માનીને કે જ ે સમાજ પર તેઓ શાસન કરે છે તે જ તેમની પાસે એવા આદેશોની માગણી કરે છે અને તેથી એ માટે પોતે જવાબદાર નથી. આ બે છેડાની વચ્ચે કચેરી અને કાર્યક્ષેત્રને લગતી નિયંત્રણ અને નિરીક્ષણની કામગીરી કરનારો વર્ગ છે. એ તો જવાબદારી બાબત પોતે સંપૂર્ણ મુક્ત છે. એમ માનીને નચિંત છે, કેમ કે પોતાને મળતા આદેશ ઉપરથી આવે છે તેથી જવાબદારી ઉપરીની છે અને પોતે કરવાના આદેશો નીચેથી માગવામાં આવે છે માટે તેની જવાબદારી તો નીચેનાની છે. ...રાજ્યતંત્રની વ્યવસ્થામાં રહે લ દરે ક જ ે કામ પોતે કરે તેની જવાબદારી બીજા ઉપર ઓઢાડી દેવામાં રોકાયેલા હોય છે. — લીઓ ટૉલ્સ્ટૉય [વૈકુંઠ તારા હૃદયમાં છે, પૃ.૧૬૨] ૬૧


વર્ષૹ ૧૦ અંકૹ ૦૪ સળંગ અંકૹ ૧૦૮ • એપ્રિલ ૨૦૨૨ છૂ ટક કિંમત ઃ _ ૧૫ તંત્રી

૧. ક્રિમિયન યુદ્ધમાં ટૉલ્સ્ટૉય . . . . . . પ્રભાકર શ્રીપત ભસે. . ૬૩

વિવેક દેસાઈ

૨. બોઅર યુદ્ધમાં ગાંધી . . . . . . . . . . . મો. ક. ગાંધી. . ૭૧

સંપાદક

૩. યુદ્ધ શાને? સિગંમડ ફ્રૉઈડે આઇન્સ્ટાઇનને લખેલા પત્રમાંથી . . ૭૭

કિરણ કાપુરે

૪. યુદ્ધ અને શાંતિ . . . . . . . . . . . . .જ . જ ે. કૃ ષ્ણમૂર્તિ. . ૮૨

પરામર્શક

૫. યુદ્ધ . . . . . . . . . . . . . . યુવાલ નોઆ હરારી. . ૮૩

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર આવરણ ૧

તસવીર : ૧૯૦૬માં દક્ષિણ આફ્રિકામાં ઝૂલુ

ેલજીવન . . . . . . . . ૬. દેશમાં ગાંધીજીનો પ્રથમ જ ેલવાસ અને જ ેલજીવન . . . . . . . . . . . . . .સં .સંપાદક - [ગાં. અ. ગ્રંથ ૨૩]. . ૮૬ ૭. પ્રથમ દર્શને ગાંધી : મિલિ પોલાક . . . . . સોનલ પરીખ. . ૮૯ ૮. દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . . . . ચંદુલાલ ભ. દલાલ. . ૯૩

બળવા વખતે એમ્બ્યુલન્સ કોરના સભ્યો [ગાંધી મધ્ય હરોળમાં બરાબર મધ્યમાં] આવરણ ૪

મૌ. હઝરત મોહાનીનો મુકર્દમો [૧૮ માર્ચ ૧૯૨૨]

વાર્ષિક લવાજમ ઃ _ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં) લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ • ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે: કવર પર વાચકોના સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૨૨) એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૨૨ એ ૨૦૨૨નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે. સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [ ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. ૬૨


યુદ્ધની નિરર્થકતા

“પશુબળ વિના યુદ્ધ બીજા એકે નિયમને જાણતું નથી” – મો. ક. ગાંધી [મહાત્મા ગાંધીના વિચારો, પૃ. 416] યુદ્ધનું પરિણામ અનિશ્ચિત છે, કહે વાતી મહાસત્તાઓ માટે પણ. એટલે જ રશિયાએ યુક્નરે સામે યુદ્ધ છેડ્યાને બે મહિનાનો સમય વીતી ગયાે હોવા છતાં રશિયા હજુ કશુંય પોતાના પક્ષે કરી શક્યું નથી. છેલ્લી અડધી સદીનાં યુદ્ધોનું આ ચિત્ર મહદંશે સમાન રહ્યું છે. અમેરિકાને વિયેતનામ, અફઘાનિસ્તાન, ઇરાકમાં પોતાના જ સૈનિકોની ખુવારી જોવાની આવી. રશિયાના કિસ્સામાંય એવું થયું. આ બધા કિસ્સામાં અંતે મરો સામાન્ય લોકોનો થાય છે, જ ેમ અત્યારે યુક્નરે વાસીઓ તેના ભોગ બની રહ્યા છે. એક અંદાજ મુજબ અત્યાર સુધી સિત્તેર લાખ યુક્નરે વાસીઓને પોતાનો દેશ છોડવો પડ્યો છે. તેઓ યુરોપના દેશોમાં શરણ લઈ રહ્યા છે. રશિયા-યુક્નરે સિવાય માત્ર છેલ્લા બે દાયકાનો યુદ્ધોનો ઘટનાક્રમ જોઈએ તો લાખો લોકોએ જાન ગુમાવવા પડ્યા, કાં તો વિસ્થાપિત થવાનું આવ્યું. હાલમાં ચાલી રહે લા કેટલાય સંઘર્ષોની વાત તો આપણા સુધી પહોંચતીય નથી. આફ્રિકા અને અખાતી દેશોમાં તો અવિરત આવાં યુદ્ધ ચાલી રહ્યાં છે. ઉપરાંત યુદ્ધની શક્યતા ધરાવતાં ક્ષેત્રોમાં ભારત સહિત, એશિયાના પૂર્વીય દેશો અને દક્ષિણ અમેરિકા પણ આવે છે. ચીન, રશિયા, અમેરિકા અને યુરોપના દેશો યુદ્ધ સંદર્ભે શાંત દેખાતાં રહ્યા છે. આ શાંત દેશો જ દુનિયાનો સૌથી મોટો શસ્ત્રોનો વેપાર કરે છે. યુદ્ધના દરે ક પાસાંમાં આવી વક્રોક્તિ દેખાય છે. ઘણી વાર તેને સમજવી પણ મુશ્કેલ છે. એટલે જ શાણા માણસો યુદ્ધનો વિરોધ કરતા આવ્યા છે. ટૉલ્સ્ટૉય અને ગાંધીએ તો પ્રત્યક્ષ યુદ્ધભૂમિમાં રહીને તેની નિરર્થકતા અનુભવી અને પછીથી તેમણે તે વિશે ખાસ્સું લખ્યુંય ખરું . આ બંને મહાનુભાવોએ યુદ્ધમાં અનુભવેલું લખાણ અહીં આપ્યું છે. તદ્ઉપરાંત જાણીતા ફિલસૂફ સિગમંડ ફ્રૉઇડે યુદ્ધ વિશે આઇન્સ્ટાઇનને લખેલા પત્રનો સંપાદિત અંશ અહીં મૂક્યો છે. યુદ્ધની નિરર્થકતા સાબિત થઈ ચૂકી છે તેમ છતાં તે કેમ અટકાવી શકાતું નથી તેને લઈને ફિલસૂફ જ ે. કૃ ષ્ણમૂર્તિની વાત પણ ધ્યાને લેવા જ ેવી છે અને આજના યુદ્ધના સ્વરૂપ વિશે ભવિષ્યવેત્તા યુવાલ નોઆ હરારીએ ઇતિહાસવર્તમાનનો ઘટનાક્રમ મૂકીને પોતાના વિચાર મૂક્યા છે. 

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

63


ક્રિમિયન યુદ્ધ1માં ટૉલ્સ્ટૉય પ્રભાકર શ્રીપત ભસે

યુરોપના એક મહાયુદ્ધમાં સામેલ થવાનો પ્રસંગ થયો. મેં તરત જ ઘોડા ઉપર જીન નાખ્યું;

ટૉલ્સ્ટૉયને પચીસ વર્ષની વયે જ પ્રાપ્ત થયાે. આ યુદ્ધમાં તેમને જ ે કંઈ અનુભવ મળ્યો તે પરથી તેમના જીવનક્રમને તદ્દન જુ દા પ્રકારનું જ સ્વરૂપ પ્રાપ્ત થયું. એ યુદ્ધને અંગે સિલિસ્ટ્રિયા2ના કિલ્લા પર ઘેરો નાખનારા રશિયન સૈન્યમાં ટૉલ્સ્ટૉય હતા. પાછળથી એ ઘેરો ઉઠાવી લેવાે પડ્યો હતાે. એ સ્થળેથી પાછા આવ્યા પછી લખેલા એક પત્રમાં ટૉલ્સ્ટૉય નીચે પ્રમાણે લખે છે : ‘‘અમારી છાવણી ડાન્યુબ3 નદીના દક્ષિણ કિનારે પડી હતી. અમારી આજુ બાજુ સિલિસ્ટ્રિયાના ગવર્નર મુસ્તફા પાશાના બાગબગીચા પ્રસરે લા હતા. છાવણીનો ચોતરફનો દેખાવ અતિ રમ્ય હતાે. અહીંથી ડાન્યુબ નદીનો દેખાવ અને તેમાં ઠેકાણે ઠેકાણે નીકળેલા બેટો સ્પષ્ટ જણાતા હતા; તેવી જ રીતે સિલિસ્ટ્રિયાનાે મુખ્ય ગઢ અને ચારે તરફના નાના કિલ્લા પણ સપાટી પર ઊભા હોય તેવા દેખાતા હતા. રાતદિવસ તોપોનાે ઘનઘોર અવાજ અને બંદૂકાેનો કડકડાટ કાન પર અસ્ખલિત અથડાયા કરતો. રાતના સમયે અમારા સિપાઈઓ ખાઈઓ ખોદવાનું કામ કરતા અને તે જ વખતે તુર્કી સિપાઈઓ બંદૂકાે સહ તેમના પર ધસી આવતા. પહે લી જ રાત્રે એ વિલક્ષણ કડકડાટથી હં ુ ચમકી જાગી ઊઠ્યો. મને લાગ્યું કે, માેટો હલ્લો શરૂ

એટલામાં એક અધિકારીએ આવી કહ્યું: ‘‘ક્યાં ચાલ્યા? આ તો હં મેશની રીત છે. તમે ખુશીથી સૂઈ રહો.” તેનું આ કથન સાંભળી હં ુ પલંગ પર જઈ પડ્યો, પણ નિદ્રા આવી નહીં; તેથી હાથમાં ઘડિયાળ લઈ બંદૂકના અવાજ ગણવા લાગ્યાે. એક મિનિટમાં એકસો દશ અવાજ થયા. એકબીજા તરફ એટલો દારૂગોળાે વપરાતાે હોવા છતાં તેની વિશેષ અસર થાય છે એવું કંઈ નથી. ઉભય પક્ષના બહુ તો પચાસેક માણસ ઓછા થાય છે.” ...‘‘તે રાત્રે અમારામાંના કાેઈને બરાેબર નિદ્રા આવી નહીં. માેટો હુમલો સવારમાં શરૂ થશે એ વિચાર અમો સર્વના ચિત્તને ભડકાવતાે હતાે. ત્રણ વાગ્યાનો વખત પાસે આવતો ગયો તેમ તેમ ઉત્સુકતા વૃદ્ધિ પામતી ગઈ અને ભીતિ દૂર થતી ગઈ. મનની આ ચલિત સ્થિતિ કેવી ચમત્કારિક છે? છેવટે મારી ઉત્સુકતા એટલે સુધી વધી ગઈ કે, કોઈએ મને હુમલો કરવાનાે નથી એમ કહ્યું હોત તો ખરે ખર હં ુ અતિ નિરાશ થયો હોત. અરે કેવો ચમત્કાર! થયું પણ તેમ જ. હુમલાની આજ્ઞાની નિશાની તરીકે આકાશમાં દારૂનાં બાણ જોવાની આશામાં અમે આકાશ તરફ દૃષ્ટિ રાખી બેઠા હતા; એટલામાં સેનાપતિ ફીલ્ડ પાસ્કેવીચ તરફથી ઘેરો ઉઠાવવાનો હુકમ આવી પહોંચ્યાે. એ હુકમથી સાધારણ સૈનિકથી

1. ૧૮૫૩ના અરસામાં ઓટ્ટોમન સામ્રાજ્યના કિલ્લા સર કરવા રશિયન સૈન્ય દ્વારા હુમલાથી આ યુદ્ધ શરૂ થયું હતું. 2. હાલમાં બલ્ગેરિયામાં આવેલું એક શહે ર. 3. યુરોપની બીજા ક્રમની સૌથી લાંબી નદી. 64

[ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


તે ઠેઠ સેનાપતિ સુધી સર્વને નિરાશા થઈ. એ કિલ્લો હાથમાં આવ્યો હોત તો સિલિસ્ટ્રિયાનાં બીજાં થાણાં અમે બેત્રણ દિવસમાં તાબે કર્યાં હોત. અમારા સેનાપતિને તો અતિશય દિલગીરી થઈ, પણ પુષ્કળ માણસોની કતલ અટકશે એ વિચારથી તેણે આનંદ પ્રદર્શિત કરી પાછા ફરવાની શરૂઆત કરી. છેવટનાે સિપાઈ ડાન્યુબ ઊતરી રહ્યો ત્યાં સુધી સેનાપતિ પોતે પાછળ રહ્યા હતા. તુર્કીના જુ લમથી ત્રાસી ગયેલાં સાત હજાર બલ્ગર કુ ટુબ ં ો સ્વદેશ છોડી અમારી સાથે આવવા નીકળ્યાં. અમે છોડેલા એક ગામમાં તુર્કોએ પ્રવેશ કરીને ફક્ત યુવાન બલ્ગર કન્યાઓને પોતાના જનાના માટે રાખી બાકીનાં માણસોની કતલ કરી હતી. આવી સ્થિતિમાં અમારા સેનાપતિ તરફથી સંમતિ મળતાં જ હજારો બલ્ગર કુ ટુબ ં ો અમારી સાથે રશિયામાં આવવા કબૂલ થાય તેમાં નવાઈ જ ેવું શું છે? કેટલાક સ્વાભાવિક રીતે જ પાછળ રહી ગયા; કારણ કે સર્વની વ્યવસ્થા અમારાથી બને તેમ ન હતી, પણ તેથી અમારા સેનાપતિને કેટલું દુઃખ થયું તે લખી શકાય તેમ નથી. સર્વ સાથે તેમણે મીઠા અવાજ ે વાત કરી પોતે જ નિરૂપાય હોવાનું જણાવી ખેદ પ્રદર્શિત કર્યો.’’ ડાન્યુબ નદી પરનું સૈન્ય સિલિસ્ટ્રિયા છોડી બુચારે સ્ટ આવ્યું. ટૉલ્સ્ટૉયે કોઈ અધિક મારાની જગ્યાએ પોતાની બદલી કરવા વિનંતિ કરી; ...તે દિવસે તેમની નિમણૂક ક્રિમિયા પ્રાંતના લશ્કરમાં થઈ અને તા. ૨૦ નવેમ્બરના રોજ તે સેવાસ્ટોપલ1 આવી પહોંચ્યા. આ સ્થળની ઉત્તરે ફ્રાન્સ અને ઇંગ્લૅંડનું લશ્કર ઊતર્યું અને આલ્માની લડાઈમાં રશિયાનો પરાજય થયો. ફ્રાન્સ અને ઇંગ્લૅંડના લશ્કર પાસેની યુદ્ધસામગ્રી અને બીજાં સાધનાે

રશિયાનાં સાધનાે કરતાં ઊંચી જાતનાં હતાં; તાેપણ સેવાસ્ટોપલનો કિલ્લો અગિયાર મહિના સુધી ટક્યો હતાે. આ ઘેરાનું ટૉલ્સ્ટૉયે એક પુસ્તકમાં અતિસુંદર વર્ણન કર્યું છે અને ત્યાં બનેલા બનાવો વર્ણવ્યા છે. સેવાસ્ટોપલ પહોંચ્યા પછી પંદર દિવસે નીચેની હકીકત તેમણે પોતાના બંધુને જણાવી હતી. “...શહે રની દક્ષિણે કિલ્લેબંદી નહીં હોવાથી શત્રુએ ત્યાં પડાવ કરી તે ભાગમાં ઘેરો નાખ્યો છે. હવે અમે એ બાજુ એ અભેદ્ય મોરચો બાંધ્યો છે. શત્રુસૈન્ય આગળ આવવાનાે પ્રયત્ન કરશે તો પાંચસો જંગી તોપોના મારામાં તેનાે ચૂરાે થઈ જશે. મુખ્ય કિલ્લા પર હં ુ એક અઠવાડિયું રહ્યો હતો; અને ત્યાંથી રોજ મારા તોપખાના પર આવતાે હતાે. જંગલમાંનાં વૃક્ષોની માફક તાેપો ઠેર ઠેર એવી રીતે ગાેઠવી દેવામાં આવેલી હતી કે, ચક્રવ્યૂહમાં સપડાયો હોઉં તેમ હં ુ રોજ મારા તોપખાનાનાે માર્ગ ભૂલતો હતો.’’ ‘‘માેરચા પર સિપાહીઓ તોપો ફાેડ ે છે ત્યારે ગામની સ્ત્રીઓ તેમના માટે પીવાનું પાણી લઈ જાય છે. તેમાંની કેટલીક મરે છે અને ઘણી ઘાયલ થાય છે. ધર્માધિકારી પણ પ્રાર્થનાગીત ગાવા તાેપો પર જાય છે. એક નાની ટુકડીમાં ૧૬૦ માણસો ઘાયલ થયા હતા, તોપણ તે ટુકડી પોતાની મોખરાની જગ્યા છોડવા કબૂલ થઈ ન હતી. હમણાં શત્રુનું તાેપખાનું ચૂપ થઈ બેઠુ ં છે. સેવાસ્ટોપલ પોતાના હાથમાં આવે તેમ નથી, એવી તેમને ખાતરી થઈ હોય એમ જણાય છે અને તે ખરું જ છે. યુદ્ધની પ્રત્યક્ષ ધૂમચક્રીમાં પ્રવેશ કરવાની તક હજુ સુધી મળી નથી; પણ તેવા શૂરવીરાે મારી દૃષ્ટિ આગળ ફરે છે, અને આવા પ્રકારના ઉજ્જ્વળ સમયમાં પ્રભુએ મને

1. ક્રિમિયાનું સૌથી મોટુ ં શહે ર અને કાળા દરિયાનું મુખ્ય બંદર.

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

65


જન્મ આપ્યો એ જ મારા ૫ર મહાન ઉપકાર છે.” ઉપરોક્ત બનાવ બન્યા પછી થોડા દિવસે ટૉલ્સ્ટૉયનું તાેપખાનું સેવાસ્ટોપલની ઉત્તર તરફના એક ગામડામાં ગયું. આ સ્થળ પ્રત્યક્ષ મારાની બહાર હતું. એ પછી મે મહિનામાં તેમણે એક પત્રમાં નીચે પ્રમાણે જણાવ્યું છે : ‘‘ક્રિમિયામાં બદલી કરવા મેં વિનંતિ કરી તેમાં મારાે એવાે આશય હતાે કે, કંઈક પ્રત્યક્ષ યુદ્ધ જોવું, અને બીજુ ં એ કે, તે વખતે દેશાભિમાનના જુ સ્સામાં હં ુ સપડાયાે હતાે; એ પણ મારે કબૂલ કરવું જોઈએ. સેવાસ્ટોપલમાં હં ુ તાેપખાનાના કામ પર હતો. ત્યાં એક મહિનાે સુખમાં ગયાે.... માર્ચ મહિનામાં એક નવાે અધિકારી અમારા તાેપખાનામાં આવ્યાે. એ ગૃહસ્થ ઘણો સારો હોવાથી મારા મનની બગડેલી સ્થિતિ ધીમે ધીમે ઠેકાણે આવવા લાગી. એપ્રિલની પહે લી તારીખે પુનઃ અમારું તોપખાનું સેવાસ્ટોપલમાં ગયું અને ત્યાં મારું મન ફરીથી પહે લાંના જ ેવું બન્યું. સેવાસ્ટોપલમાં મારો જીવ ઘણા જોખમમાં હતાે. અઠવાડિયામાં ચાર દિવસ ચોથા નંબરના તાેપખાના પર મારે કામ કરવું પડતું. સેવાસ્ટોપલની રણભૂમિમાં ચોથા નંબરનો મોરચો એટલે પ્રત્યક્ષ મૃત્યુનું જ દ્વાર છે. આ સ્થળે છ અઠવાડિયાં મેં આનંદપૂર્વક વ્યતીત કર્યાં; એટલામાં સેનાપતિની મરજી ફરવાથી મારી બદલી તા. ૧૫ મી મેએ સેવાસ્ટોપલથી ચઉદ માઈલ પર આવેલા એક થાણામાં થઈ. અહીં પણ એકંદર પરિસ્થિતિ સામાન્ય રીતે સારી છે.” ટૉલ્સ્ટૉયે પોતે એ ચોથા નંબરના તાેપખાનાનું વર્ણન સેવાસ્ટોપલ નામની નવલકથામાં અત્યુત્તમ રીતે કરે લું છે. તે વખતની નિત્યનોંધમાં નીચેનાં 66

વાક્યો છે : “પ્રભુ, આજ સુધી તેં મારું રક્ષણ કર્યું છે, તે માટે હં ુ તારાે કેવી રીતે આભાર માનું? તું મારો હાથ પકડી સન્માર્ગે દોરે છે. તેં મને છોડ્યો હોત તો મારી શી દશા થઈ હોત? પ્રભુ, તારા ચરણથી કદીપણ મને દૂર થવા દઈશ નહીં.’’ આ સમયે ટૉલ્સ્ટૉયની બદલી ખુદ સેનાપતિની પાસે થઈ હતી; પણ એ જગ્યાનો તેમણે જાતે જ અસ્વીકાર કર્યો. તેમની એવી સમજ થઈ હતી કે, યુદ્ધની એકંદર સ્થિતિમાં સેનાપતિની આજુ બાજુ રહે નારો વર્ગ હં મેશ ગોટાળા ઊભા કરે છે. વડા અધિકારી કૉર્નિલોફે દર્શાવેલા શાૈર્યની સ્તુતિ ટૉલ્સ્ટૉયે અનેક પ્રસંગે કરી છે, પણ સેનાપતિ માટે તેમનાે બહુ સારો અભિપ્રાય ન હતો. તા. ૧૬ ઑગસ્ટના રોજ ચર્નાયા નદીના કિનારે મોટુ ં યુદ્ધ થયું અને તેમાં રશિયાને પરાજય મળ્યો. આ પછી સેવાસ્ટોપલનું સંરક્ષણકાર્ય ધીમે ધીમે અશક્ય થવા લાગ્યું. સંયુક્ત સૈન્ય એક પછી એક થાણું સર કરવા લાગ્યું અને છેવટે મેલાહૉફનું થાણું શત્રુના હાથમાં ગયું; ત્યારે રશિયનોએ સર્વ યુદ્ધસામગ્રી બાળી મૂકી પાછા હઠવાનો વિચાર કર્યો. આ પછી ક્રિમિયાના યુદ્ધમાં રશિયન તોપખાનાએ શું શું કાર્ય કર્યું તેનો એક સંપૂર્ણ ઇતિહાસ લખવાની ટૉલ્સ્ટૉયને આજ્ઞા થઈ. ...આ વખતે ટોલ્સ્ટૉયને સમજાયું કે, યુદ્ધના ઇતિહાસની નોંધ કેવી રાખવામાં આવે છે. પરિણામે યુદ્ધના ઇતિહાસ સંબંધી તેમના મનમાં વિલક્ષણ અનાદર ઉત્પન્ન થયો. એ ઇતિહાસ સંબંધી વાત કરતાં એક પ્રસંગે તેમણે કહ્યું છે કે, શુદ્ધ અસત્ય વાતો કેવી રીતે ભરી દેવામાં આવે છે, તેનું એવું એકાદ પ્રત્યક્ષ દૃષ્ટાંત મારી પાસે રહ્યું હોત તો સારું થાત. તે વખતનાં કામ કરનાર [ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


અમલદારાે એ ઇતિહાસ હમણાં વાંચે તો ખરે ખર તેમને હસવું જ આવશે. ટૉલ્સ્ટૉયે લખેલાે ઇતિહાસ પીટર્સબર્ગ પહોંચાડવાનું કાર્ય પણ તેમને જ સોંપવામાં આવેલું હતું. અહીંથી જ ટૉલ્સ્ટૉયનો યુદ્ધનો પ્રત્યક્ષ અનુભવ પૂરાે થયાે. તેમને આશા હતી કે, યુદ્ધના અંત સમયે કંઈ બઢતી મળશે, પણ તે વિફળ થઈ; કારણ કે તે વખતે જ ે નવીન ગીતોનો રશિયન સૈનિકોમાં પ્રચાર થયો હતો તે ટૉલ્સ્ટૉયે રચ્યાં હોવાં જોઈએ, એવી શંકા સરકારને થઈ હતી. આ ગીતોમાં સરકારની એકંદર કૃ તિ પર સારા ફટકા લગાવેલા હતા. અનેક વખત સૈનિકોનો નાહક ભોગ કેવી રીતે આપવામાં આવે છે અને તોપોનાે ગડગડાટ પણ ન સાંભળ્યાે હોય તેવા એકને શૌર્યની કદર નિમિત્તે ચાંદ અને પદક કેવી રીતે મળે છે, તેનું વર્ણન ખૂબીથી કરે લું હતું. ... જુ દા જુ દા લશ્કરી ખાતાના અમલદારો અનેક પ્રકારની વસ્તુઓ ખરીદતા અને તેની કિંમત બીજા માલ પર ચઢાવી તેનો બાેજો સરકાર પર નાખતા હતા. એ કિંમત ચઢાવી લેવામાં કેટલીક વખત અધિકારીઓના હાથમાં સારી રકમો ફાજલ પડતી. એક વખતે ટૉલ્સ્ટૉય તાેપખાનાની એક ટુકડીના મુખ્ય અધિકારીના સ્થાને હતા, તે વખતે એવી જ કંઈ રકમ તેમના હાથમાં આવી; ત્યારે તેમણે એ રકમ ખિસ્સામાં નહીં રાખતાં સિલક ખાતામાં જમા કરી. આ વાત અન્ય અમલદારાેના જાણવામાં આવતાં જ તે સર્વ તેમના પર તૂટી પડ્યા; અને નવાઈ જ ેવી વાત એ થઈ કે, વડા સેનાપતિએ પણ લાંબા વખતની રૂઢિનો ભંગ કરવા માટે તેમને ઠપકો આપ્યો. ‘‘... ઈશ્વર અને શ્રદ્ધા વિશે વાત કરતાં કરતાં મારા મનમાં એક મહત્ત્વનો વિચાર ઉત્પન્ન થયો.

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

મને લાગે છે કે, હવે પછી એ વિચારને મૂર્ત સ્વરૂપ આપવા તરફ મારું લક્ષ સ્થિર રહે શે. તે વાત એ કે હાલની સ્થિતિને અનુસરી નવો ધર્મ એટલે સંશોધિત ખ્રિસ્તી ધર્મ ઉત્પન્ન કરવો જોઈએ. હાલના ખ્રિસ્તી ધર્મમાં રહે લાં હઠવાદ અને અંધશ્રદ્ધા નષ્ટ થવાં જોઈએ. આ નવો ધર્મ મૃત્યુ પછી સ્વર્ગસુખ મળશે એવો ડોળ દેખાડશે નહીં. તે આ જન્મમાં અને આ જ દેહમાં કલ્યાણ કેમ થાય તે કહે શે. મને આશા છે કે, મનુષ્યજાતિનું ઐક્ય કાેઈ પણ કાળે થવાનું હશે તો ધર્મની એકતાના પાયા ઉપર જ થશે.” ઉક્ત વાક્યો ટૉલ્સ્ટૉયની લેખિનીમાંથી ઊતર્યાં ત્યારે તેમનું વય ફક્ત સત્તાવીસ વર્ષનું હતું. તેમની પચાસ વર્ષની વયથી ધર્મનો જ ે આચાર તેમના વર્તનમાં સ્પષ્ટ થયો હતો, તેનું બીજારોપણ લગભગ ચાળીસ વર્ષ પહે લાં જ થયું હતું. લેખક તરીકે તેઓ ઘણી પ્રસિદ્ધિ પામ્યા હતા. સેવાસ્ટોપલના ઘેરા વખતે તેમણે સેવાસ્ટોપલ નામની એક નવલકથાના બે ભાગ લખ્યા હતા અને તે સિવાય તારુણ્ય નામની નવલકથાનો આરં ભ કર્યો હતો. સેવાસ્ટોપલની નવલકથાથી તેમની કીર્તિ સર્વ યુરોપમાં પ્રસરી. એક માસિકના જૂ ન મહિનાના અંકમાં એ વાર્તાનાે પ્રસિદ્ધ થયેલો કેટલોયે ભાગ બાદશાહના વાંચવામાં આવ્યો અને તેણે તેનું ફ્રેંચ ભાષામાં ભાષાંતર કરાવ્યું... ...એક પ્રસિદ્ધ ગ્રંથકારે સેવાસ્ટોપલ માટે પોતાનાે અભિપ્રાય નીચે પ્રમાણે આપ્યો છે. “ટૉલ્સ્ટૉયની સેવાસ્ટોપલ વાંચીને હં ુ દિંગ થઈ ગયાે. આનંદાશ્રુથી મારાં નેત્ર ભરાઈ આવ્યાં અને આવેશમાં હં ુ હુર્ર‌ ે ! હુર્‌રે! કરવા લાગ્યો. આ કથા મને અર્પણ કરવાની લેખકની ઇચ્છા સાંભળી એ માનને હં ુ પાત્ર છુ ં કે કેમ તેની મને જ શંકા થવા લાગી છે!” 67


ક્રિમિયન યુદ્ધ વિશે ઇતિહાસકાર કીંગલેક1 અને ટૉલ્સ્ટૉયમાં ઘણાે મતભેદ છે. કીંગલેક કહે છે કે, એ યુદ્ધ વિનાકારણ થયું છે અને ત્રીજા નેપોલિયનની મહત્ત્વાકાંક્ષા સિવાય અન્ય કંઈ પણ સબળ કારણ ન હતું. તે આમ કહે છે પણ રશિયાના શાંતિપ્રિય પક્ષે યુદ્ધ વિરુદ્ધ કરે લાે પાેકાર પણ તેને પસંદ નથી. તે કહે છે કે, એવા પોકારથી બાદશાહ ચિડાઈ ગયાે અને લોકોનું સાંભળવું નહીં એ જ હઠથી તેણે યુદ્ધમાં ઝંપલાવ્યું. જ્યાં એકહથ્થુ સત્તા પ્રબળ હોય છે અને પ્રધાનમંડળને ખરી રીતે કંઈ જ અધિકાર હોતો નથી, ત્યાં એવા ગોટાળા થયા સિવાય રહે તા જ નથી. ટૉલ્સ્ટૉયનાે મત એવો છે કે, જ્યાં સામાન્ય જનસમાજ સ્વાર્થને ખાતર જ દેશાભિમાનાદિ ભાવનાને વશ વર્તે એમ હોય છે, ત્યાં જ નેપાેલિયન જ ેવી એકાદ મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ ગમે તેવું વર્તન કરવામાં ફાવે છે. બાકી સૈનિકો તૈયાર કરવા, દારૂગોળાે વગેરે યુદ્ધોપયોગી સાહિત્ય એકઠુ ં કરવું, એ વાતો મૂળમાંથી જ અત્યંત અનીતિમય છે. એ તત્ત્વો સામાન્ય જનસમાજના મનમાં દૃઢ થાય તો નેપોલિયન જ ેવી એકબે વ્યક્તિઓને વખતોવખત પાંચ પાંચ રાષ્ટ્રમાં યુદ્ધાગ્નિ ભડકાવવાનો અવકાશ જ મળે નહીં. વસ્તુસ્થિતિ કેવી છે, એટલું જ જોઈ તેની બીજી બાજુ નું તત્ત્વ કીંગલેક જોતા નથી; ત્યારે ટૉલ્સ્ટૉય કેવળ તાત્ત્વિક રીતે જ વિચાર કરે છે. આથી તેમના વિચારામાં આટલો વિરોધ જણાય છે. જ ે સરકાર પોતાના પડોશી સાથે પ્રમાણિકપણે, સમાનબુદ્ધિથી અને ઉદારતાથી ચાલે નહીં, તેવી સરકારને ટકવા જ ન દેવી, એવો નિશ્ચય પ્રજાઓ જ્યારે કરશે ત્યારે જ ભાવિ યુદ્ધો જગતમાંથી

દૂર થશે. એ સિવાય હાલની સ્થિતિમાં યુદ્ધ ટાળવાનો અન્ય ઉપાય જણાતો નથી. ટૉલ્સ્ટૉયે પોતે યુદ્ધમાં ભાગ લીધો હતો અને ભવિષ્યમાં સારી પદવી મેળવવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા. વડા સેનાપતિના આપ્તવર્ગમાંના તે હતા અને કારણ પરત્વે તેમનું નામ ખુદ બાદશાહના કાન સુધી પહોંચેલું હતું. આવી સ્થિતિમાં યુદ્ધ સંબંધી પોતાના વિચાર પ્રકટ કરવાની તેમણે હિં મત કરી, તેમાં જ તેમની મોટાઈનું બીજ છે. વસ્તુમાત્ર સાથે તદ્રૂપ બની તેનું હૃદય જાણવાને જરૂરની તીવ્ર બુદ્ધિ તેમનામાં હતી; તે જ પ્રમાણે સત્ય બોલવામાં આવશ્યક અપૂર્વ ધૈર્ય પણ હતું. ટૉલ્સ્ટૉય જગવિખ્યાત પુરુષ ગણાયા તેનું કારણ પણ એ જ છે. ઘણાના મનમાં સદ્‌વિચાર ઉદ્ભવતા હશે, પણ વિરુદ્ધ પરિસ્થિતિમાં સ્પષ્ટતાથી તેનાે ઉચ્ચાર કરવાનું અથવા આચારમાં મૂકવાનું ધૈર્ય કેટલામાં દૃષ્ટિએ પડે છે? સેવાસ્ટોપલને નીચેનાે ઉતારાે જોવા જ ેવો છે: ‘‘એકબીજાની સંમતિથી આજનો દિવસ યુદ્ધ મુલતવી રહ્યું છે. ગઢ પરના મોરચા અને શત્રુની ખાઈઓ પર સફે દ ધ્વજાઓ ફરફરે છે. લતાકુંજથી સુશોભિત બનેલી નજીકની ખીણો મનુષ્યના શબથી ખીચોખીચ ભરાઈ ગઈ છે. સૂર્યનું આરક્ત બિંબ પશ્ચિમ સમુદ્ર તરફ મંદ ગતિથી ગમન કરી રહ્યું છે. સરોવરની માફક શાંત જણાતો સમુદ્ર તે સૂર્યનાં આરક્ત કિરણાેમાં સુવર્ણ સમાન ચળકે છે. ઉભય પક્ષના યોદ્ધા પરસ્પર ભેટી હસતે માેઢે એકબીજાની કુ શળતા પૂછ ે છે, કે જ ેઓ ગઈ કાલે જ એકબીજાનો જીવ લેવા ટાંપી રહ્યા હતા! એ સર્વ પોતાને ખ્રિસ્તી ધર્મના અનુયાયી કહે વડાવે છે. સ્વાર્થત્યાગ અને

1. એલેકઝાંડર વિલિયમ કિંગલેક [૧૮૦૯-૧૮૯૧] 68

[ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


પરસ્પર પ્રેમ એ ખ્રિસ્ત સૂત્ર તેઓ સ્વીકારે છે; છતાં જ ેમણે તેમને જન્મ આપ્યો તેને ભૂલી જઈ હજારો પ્રેત સમક્ષ હોવા છતાં પોતાના ચિત્તમાં તેઓ પશ્ચાત્તાપની મંદ જ્યોતિ પણ પ્રકટ કરતા નથી, એ શું નવાઈ જ ેવું નથી?” ‘‘જુ ઓ! પેલી શુભ્ર ધ્વજાઓ અદૃશ્ય થઈ. હજારો મૃત્યુદૂતોનું ભયંકર નૃત્ય પુન: આરં ભાયું! રક્તની નદીઓ પુનઃ વહે વા લાગી! સર્વ વાતાવરણ ભયંકર ચીસો અને શાપિત શબ્દોથી પુનઃ ગાજી ઊઠ્યું!” ક્રિમિયન યુદ્ધમાં અંગ્રેજ ઘોડેસવારોએ જ ે શૌર્ય બતાવ્યું હતું તેનું વર્ણન ટેનિસને1 પોતાના એક કાવ્યમાં કર્યું છે. કોઈ પણ જાતનો વિચાર ચિત્તમાં ન લાવતાં કેવળ અધિકારીની આજ્ઞાથી મૃત્યુના વિકરાળ મુખમાં ઘોડેસવારોએ નિર્ભયતાથી ઝંપલાવ્યું તે માટે એ રાજકવિએ તેમની અપૂર્વ સ્તુતિ કરી છે. એ રાજકવિએ સ્વનેત્રે યુદ્ધ નિહાળ્યું ન હતું. તેમણે યુદ્ધનું જ્ઞાન સાંભળીને અથવા પુસ્તકો વાંચીને મેળવ્યું હતું, ત્યારે ટૉલ્સ્ટૉયે યુદ્ધનાે પ્રત્યક્ષ અનુભવ મેળવ્યાે હતાે અને પોતાનાે વિચાર યુદ્ધની વિરુદ્ધ પ્રકટ કર્યો હતો. ક્રિમિયન યુદ્ધને ચોત્રીસ વર્ષ થયાં પછી તે સંબંધી પોતાનાં કેટલાંક સંસ્મરણો એક રશિયન અધિકારીએ પ્રસિદ્ધ કર્યાં છે. એ પુસ્તકની પ્રસ્તાવના ટૉલ્સ્ટૉયે લખી હતી તેથી ટૉલ્સ્ટૉયના એ સંબંધી વિચારો સ્પષ્ટ થાય તેમ છે; જ ેથી તેમાંનો એક ઉતારો આપી આ પ્રકરણ પૂર્ણ કરીશું. “લેખક પોતે યુદ્ધમાં હતાે. અહીં એક એવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે, તે પોતે એ ભયંકર કાર્યમાં કેમ જોડાયો? સૈનિકની નોકરી છોડી તે

એ કૃ ત્યથી દૂર કેમ ન થયો? કંઈ ખાનગી દ્વેષ કે વેરથી તે રક્તપાત કરવા પ્રવૃત્ત થયાે હતાે એમ તો હતું જ નહીં; ઊલટુ,ં શત્રુના સૈનિકો પ્રત્યે તેનું વર્તન સુલેહ ભરે લું જણાઈ આવે છે.” “ધર્મધેલછાથી એ કૃ ત્યમાં તે પ્રવૃત્ત થયો એમ પણ કહી શકાતું નથી. ખ્રિસ્તની જન્મભૂમિ જ ેરૂસલેમ પોતાની સત્તામાં હોવી જોઈએ એવી ધર્મઘેલાઈ પણ તેના હૃદયને બાળતી ન હતી; ત્યારે તેણે એ કૃ ત્ય કેમ કર્યું? આ પ્રશ્નનો તે પોતે જ ઉત્તર આપે છે કે હં ુ યુવાવસ્થામાં હતાે ત્યારથી જ સૈન્યમાં દાખલ થયો હતાે. તે વખતે મને કોઈ જાતનો અનુભવ ન હતાે તેથી ફસાઈને હં ુ એવા ચક્કરમાં સપડાયો છુ ં કે, તેમાંથી મારો છૂટકો થવાે સંભવિત નથી. મારા માનવબંધુઓને મારવાનાે હુકમ મારા અધિકારીએ કર્યો ત્યારે હં ુ સ્વતંત્ર નહોતો; બંધનમાં પડેલો હતો.’’ “આ ઉત્તર લેખકે કોઈ પણ સ્થાને સ્પષ્ટ કર્યો નથી તેથી હં ુ દિલગીર થાઉં છુ ;ં પણ તેનો ધ્વનિમાત્ર તેણે કાઢ્યો છે. માનવપ્રાણીની બેહાલીનું ઉત્તમ ચિત્ર તેણે ઊભું કર્યું છે, પણ તેમ થવામાં કારણભૂત કોણ છે તે માત્ર તેણે કહ્યું નથી. એ વાતને આજ ે પાંત્રીસ વર્ષ થઈ ગયાં છે. હવે તો એ કારણની મીમાંસા થઈ તેનો સ્પષ્ટ ઉચ્ચાર થવો જોઈએ. એ કારણ પ્રત્યેકના જાણવામાં આવવું જોઈએ. એમ થશે તો જ એ કારણનો નાશ થઈ ભાવિ યુદ્ધ અદૃશ્ય થશે.’’ “યુદ્ધનાં નામ સાંભળતાં જ લોકાેનાં અંગ ભયથી કંપે છે. હજારો શબ અને લાખો જખમી તેમની દૃષ્ટિ આગળ તરે છે અને તેઓ થરથર ધ્રૂજ ે છે. પછી એ યુદ્ધનાં આનુષંગિક દુઃખ ઓછાં કરવા કોઈ રે ડક્રૉસ સોસાયટી કાઢે છે અને કોઈ ધર્માદાફં ડ ઊભું કરે છે; પણ યુદ્ધમાં જ ે ખરે ખરી

1. આલ્ફ્રેડ ટેનિસન [૧૮૦૯-૧૮૯૨], ઇંગ્લૅંડના જાણીતા કવિ

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

69


ભયંકરતા ભરાયેલી છે, તે જખમમાં પણ નથી, મૃત્યુમાં પણ નથી. દુઃખ અને મૃત્યુ એ તો માનવપ્રાણી પાછળ હં મેશથી લાગેલાં છે. યુદ્ધ નથી હોતું તોપણ દુષ્કાળ, રાેગ, મહાપુર વગેરે સૃષ્ટિક્ષોભથી કેટલાંયે માણસ મૃત્યુમુખમાં પડે છે. તેવા સમયે આવાે પોકાર કોઈ કદી પણ કરતું નથી. દુઃખ અને મૃત્યુ ભયંકર નથી; પણ જ ે મનઃસ્થિતિને લીધે મનુષ્ય એકબીજાનાે પ્રાણ લેવા તત્પર થાય છે, તે મનઃસ્થિતિ ઉત્પન્ન થવી, એ જ અતિ ભયંકર છે.” “મનુષ્યનો દેહ છિન્નભિન્ન થઈ તેને અતિ ક્લેશ થાય અને છેવટે તેનું મરણ થાય એ ખરે ખર અતિ ભયંકર નથી. તેમાં દેહને ક્લેશ થાય છે અને મરણ પણ દેહનું જ થાય છે; પરં તુ જ ે મન:સ્થિતિથી યુદ્ધનો ઉદ્ભવ થાય છે તે મનઃસ્થિતિ તો આત્માને પણ છિન્નભિન્ન કરી તેને અધોગતિમાં નાખે છે. દેહનું પતન ચાલી શકશે પણ આત્માનું પતન કેમ ચાલી શકે? એ આત્મિક પતન ટાળવામાં રે ડક્રૉસ સોસાયટીઓનો કંઈ પણ ઉપયોગ થવાનાે નથી. એ સ્થળે તો ખ્રિસ્તનો લાલ ક્રૉસ નહીં પણ સાદો ક્રૉસ જ વિશેષ કાર્ય કરશે. દગલબાજી અને દંભનો નાશ કરવાનું કાર્ય ખ્રિસ્તના સાદા ક્રૉસનું જ છે.” ‘‘આ ભાવના હં ુ લખતો હતો તે વખતે લશ્કરી પાઠશાળાનો એક વિદ્યાર્થી મને મળવા આવ્યાે. હમણાં તેનું લક્ષ ધર્મતત્ત્વોના અભ્યાસ તરફ વિશેષ લાગેલું હતું; તેથી આ બાબતમાં કોઈ શંકાનું સમાધાન કરવા તે મારી પાસે આવ્યો હતો. મારું કોઈ પણ પુસ્તક તેણે વાંચેલું ન હતું. હં ુ તેને બા​ાઇબલનાં તત્ત્વોનો અભ્યાસ કેવી રીતે કરવો તે કહે તાે હતાે. વાત પૂરી કરતાં કરતાં મેં તેને દારૂના ગેરફાયદા અને દુષ્પરિણામ વિશે

કંઈક કહી, દારૂ નહીં પીવાનો ઉપદેશ કર્યો. આથી તેણે કહ્યું: ‘પણ લશ્કરી નોકરીમાં કદી કદી દારૂ પીવાની ફરજ પડે છે.' પોતાની પ્રકૃ તિને લક્ષમાં રાખી તે વાત કરે છે એમ સમજી દારૂ પ્રકૃ તિહિતકારક નથી, એવા અર્થનાં અનેક પ્રમાણ હં ુ તેને આપવા લાગ્યો, પણ મને વચ્ચે જ અટકાવી તેણે કહ્યું: “છટ્‌! છટ્‌! પ્રકૃ તિ માટે હં ુ કહે તાે નથી. મારો અર્થ જુ દો જ છે. જોકર્ટપ ગામમાં શું થયું છે તે તમે નથી જાણતા? સેનાપતિ સ્કોબલેફે હુકમ કર્યો કે એ ગામના સર્વ લોકોની કતલ કરવી. એ કૃ ત્ય કરવા કાેઈ પણ સૈનિક તૈયાર થયાે નહીં. આથી તેણે સૈનિકોને પુષ્કળ દારૂ પાયો. પછી શું પૂછો છો? તે નશામાં અમે...’’ એમ કહી તેણે જ ે હાથના ચાળા કર્યા તે જોઈ હં ુ ચમક્યો. એટલા એક જ વાક્યમાં યુદ્ધની સર્વ નિષ્ઠુ ર ભયંકરતા મારી નજર આગળ ઊભી થઈ રહી. આ કોમળ યુવકના અંતઃકરણમાં તે ભયંકરતાનું પ્રતિબિંબ મને પૂર્ણ રીતે જણાય છે. તેનાે સુંદર લશ્કરી પોશાક, તેના સ્વચ્છ બૂટ, તેનાં નેત્રાેનું પાણી અને તેના ચહે રાની તેજ:પુંજતાના સુંદર દૃશ્યની પાછળ કેવું ભયંકર હલાહલ ભરે લું છે તે જુ ઓ! મનુષ્યની કર્તવ્યપૂર્ણતા માટે આટલી વિચિત્ર કલ્પના અન્ય કોઈ પણ સ્થળે મળી આવશે નહીં. યુદ્ધની ખરી ભયંકરતા તે આ જ!” “બાળપણથી મળેલા શિક્ષણના કારણે આત્માને વિકૃ ત સ્વરૂપ પ્રાપ્ત થઈ તેને જ ે ભીષણ જખમ થાય છે, તે રૂઝવવાને હજારાે રે ડક્રૉસ સોસાયટીઓનો શ્રમ પણ શા ઉપયોગનો છે?’’

[મૂળ મરાઠીમાં લિખિત ‘કાઉન્ટ ટૉલ્સ્ટૉય’ના ગુજરાતીમાં અનુવાદિત પુસ્તક ‘મહાત્મા ટૉલ્સ્ટૉય’માંથી] અનુવાદક : ગોવર્ધનદાસ ક. અમીન

70

[ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


બોઅર યુદ્ધ1માં ગાંધી મો. ક. ગાંધી

1899માં આ મહાન યુદ્ધ2 શરૂ થયું. વાંચનાર છે, આપણી (અંગ્રેજો) ઉપર કેવળ બોજારૂપ

જાણે જ છે કે લડાઈનાં કારણોમાં એટલે બ્રિટિશ માગણીઓમાં બોઅર રાજ્યોમાં ચાલતી હિં દીઓની પરિસ્થિતિ એ પણ દાખલ હતી. આ અવસરે દક્ષિણ આફ્રિકાના હિં દીઓએ શું કરવું? એ મહાપ્રશ્ન તેમની સમક્ષ ખડો થયો. બોઅરમાંથી તો આખો પુરુષવર્ગ લડાઈમાં ચાલ્યો ગયો. વકીલોએ વકીલાત છોડી, ખેડૂતોએ પોતાનાં ઘર છોડ્યાં, વેપારીઓએ પોતાના વેપારનો ત્યાગ કર્યો, નોકરોએ નોકરી છોડી. અંગ્રેજ તરફથી બોઅરના પ્રમાણમાં તો નહીં જ છતાં કેપ કૉલોની, નાતાલ અને રોડેશિયામાંથી દીવાની વર્ગમાંના સંખ્યાબંધ માણસો સ્વયંસેવકો બન્યા. ઘણા મોટા અંગ્રેજ વકીલો અને અંગ્રેજ વેપારીઓ તેમાં જોડાયા. જ ે અદાલતમાં હં ુ વકીલાત કરતો હતો તેમાં મેં હવે ઘણા થોડા વકીલો જોયા. મોટા વકીલો તો ઘણા લડાઈના કામમાં ગૂંથાઈ ગયા હતા. હિં દીઓ ઉપર જ ે આળ મૂકવામાં આવતાં હતાં તેમાંનું એક એ હતું કે “આ લોકો દક્ષિણ આફ્રિકામાં કેવળ પૈસા એકઠા કરવાને જ આવે

છે, અને જ ેમ ઊધઈ લાકડામાં ભરાઈને લાકડુ ં કોતરી કેવળ ખોખું કરી નાખે છે તેમ આ લોકો આપણાં કલેજાં કોરી ખાવાને જ આવેલા છે. મુલકની ઉપર જો ધાડ આવે, ઘરબાર લૂંટવાનો સમય આવે, તો તેઓ કંઈ આપણને કામ આવવાના નથી. આપણે ધાડપાડુઓથી બચવું પડશે, એટલું જ નહીં પણ સાથે આ લોકોનું રક્ષણ કરવું પડશે.” આ આળનો પણ અમે બધા હિં દીઓએ વિચાર કર્યો. એ આળમાં વજૂ દ નથી એ બતાવવાનો આ સુંદર અવસર છે એમ તો અમને બધાને લાગ્યું. પણ બીજી તરફથી નીચેના વિચારો પણ કરવા પડ્યા. “આપણને તો અંગ્રેજ અને બોઅર બંને સરખા કનડે છે. ટ્રાન્સવાલમાં દુ:ખ છે અને નાતાલ-કેપમાં નથી એવું નથી. જ ે તફાવત છે તે કેવળ પ્રમાણનો. વળી આપણે તો ગુલામ જ ેવી પ્રજા કહે વાઈએ. બોઅર જ ેવી ખોબા જ ેટલી કોમ પોતાની હસ્તીને સારુ લડી રહે લી છે એમ આપણે જાણીએ છીએ તે છતાં તેનો નાશ થવામાં આપણે નિમિત્તભૂત કેમ થઈએ? અને છેવટે વ્યવહારદૃષ્ટિએ વિચારતાં બોઅર

1. મૂળ મથાળું : બોઅર લડાઈ 2. ‘વલંદા(બોઅર) દુનિયામાં પોતાનો ફે લાવો કરવાને સારુ સારી જમીનો શોધી રહ્યા હતા તેમ જ અંગ્રેજોનું હતું. ધીમે ધીમે અંગ્રેજો પણ આવ્યા. અંગ્રેજ અને ડચ પિત્રાઈ તો છે જ. બંનેના ખવાસ એક, લોભ એક. એક જ કુંભારનાં માટલાં ભેગાં થાય ત્યારે કોઈક ફૂટ ે પણ ખરાં, તેમ આ બંને કોમ પોતાનો પગપેસારો કરતાં કરતાં અને ધીમે ધીમે હબસીઓને વશ કરતાં કરતાં ભેટી પડી. તકરારો થઈ, લડાઈઓ પણ થઈ. મજુ બાની ટેકરીમાં અંગ્રેજો હાર્યા પણ ખરા. આ મજુ બાનો ડાઘ રહી ગયો અને તેમાંથી પાકીને જ ે ગૂમડુ ં થયું હતું તે સન ૧૮૯૯થી ૧૯૦૨ સુધી જ ે જગપ્રસિદ્ધ લડાઈ થઈ ગઈ તેમાં ફૂટ્યું.’ — મો. ક. ગાંધી [દ. આ. સત્યાગ્રહના ઇતિહાસમાંથી પૃ.૧૭] ૧૭]

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

71


હારવાના છે એવું કોઈથી કહી શકાય એમ નથી. તેઓ જીતી જાય તો આપણી ઉપર વેર લેવા કેમ ચૂકે?” આ દલીલ સખત રીતે મૂકનાર અમારામાં એક સબળ પક્ષ હતો. હં ુ પોતે પણ એ દલીલ સમજી શક્યો હતો, તેને જોઈતું વજન પણ આપતો હતો. છતાં મને તે બરોબર ન લાગી, અને મેં એ દલીલના રહસ્યનો જવાબ મારા મનને અને કોમને નીચે પ્રમાણે આપ્યો: “દક્ષિણ આફ્રિકામાં આપણી હસ્તી કેવળ બ્રિટિશ રૈ યત તરીકે જ છે. દરે ક અરજીમાં બ્રિટિશ રૈ યત તરીકે જ હકો માગેલા છે. બ્રિટિશ રૈ યત હોવામાં માન માન્યું છે અથવા માન છે એમ રાજ્યાધિકારીઓને અને જગતને મનાવ્યું છે, રાજ્યાધિકારીઓએ પણ હકોનો બચાવ આપણે બ્રિટિશ રૈ યત હોવાથી જ કર્યો છે, અને જ ે કાંઈ સાચવી શકાયું છે તે બ્રિટિશ રૈ યત હોવાથી. દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો દુ:ખ આપે તેથી તેમનાં અને આપણાં ઘરબાર જવાનો સમય પણ આવે તે વખતે આપણે અદબ ભીડી પ્રેક્ષક તરીકે તમાશો જોયા કરવો એ આપણા મનુષ્યત્વને ન છાજ ે, એટલું જ નહીં પણ એ દુ:ખમાં વધુ દુ:ખ વહોરી લેવા બરોબર છે. જ ે આરોપને આપણે ખોટો માન્યો છે અને ખોટો સાબિત કરવાનો આપણને અનાયાસે અવસર મળ્યો છે, તે અવસરને જતો કરવો એ આપણે હાથે જ આરોપ સાબિત કર્યા બરોબર થશે. અને પછી આપણી ઉપર વધારે દુ:ખ પડે અને અંગ્રેજો વધારે કટાક્ષ કરે એ નવાઈ નહીં કહે વાય. એ તો આપણો દોષ જ ગણાય. અંગ્રેજોના જ ેટલા આરોપો છે તેને જરાયે પાયો જ નથી—દલીલ કરવા જ ેવું પણ તેમાં કંઈ નથી એમ કહે વું એ આપણને પોતાને છેતરવા 72

બરાબર થાય. આપણે બ્રિટિશ સલ્તનતમાં ગુલામ જ ેવા છીએ એ વાત ખરી, પણ અત્યાર સુધીની આપણી વર્તણૂક સલ્તનતમાં રહીને ગુલામી ટાળવાનો પ્રયત્ન કરવાની રહે લી છે. હિન્દુસ્તાનના બધા અગ્રેસરો એ જ પ્રમાણે કરે છે. આપણે પણ એમ જ કરી રહ્યા છીએ. અને જો બ્રિટિશ રાજ્યના ભાગ તરીકે જ આપણી સ્વતંત્રતા અને ઉન્નતિ સાધવા ઇચ્છતા હોઈએ તો એમ કરવાનો, આ વખતે આપણે પણ લડાઈમાં તનમનધનથી મદદ કરવી એ સુવર્ણ અવસર છે. બોઅર પક્ષ એ ન્યાયનો પક્ષ છે એમ તો ઘણે ભાગે કબૂલ કરી શકાય. પણ રાજ્યતંત્રની અંદર રહીને રૈ યતવર્ગના પ્રત્યેક જણે પોતે બાંધેલા સ્વતંત્ર વિચાર અમલમાં મુકાતા નથી. રાજ્યાધિકારી જ ેટલાં પગલાં ભરે છે તે બધાં યોગ્ય જ હોય એમ બનતું નથી, તેમ છતાં જ્યાં સુધી રૈ યતવર્ગ અમુક શાસનને કબૂલ કરે ત્યાં સુધી તે શાસનમાં કાર્યોને સામાન્ય રીતે અનુકૂળ થવું અને તેમાં મદદ કરવી એ રૈ યતવર્ગનો સ્પષ્ટ ધર્મ છે. ‘‘...તેથી આપણો રૈ યત તરીકે સામાન્ય ધર્મ તો એ જ છે કે લડાઈના ગુણદોષનો વિચાર કર્યા વિના લડાઈ થઈ છે તો આપણે યથાશક્તિ મદદ કરવી. છેવટે બોઅર રાજ્યો જીતે—અને તેઓ ન જ જીતે એવું માનવાને કંઈ જ કારણ નથી—તો આપણે ઓલમાંથી નીકળી ચૂલમાં પડીએ અને પછી તો મનમાનતું વેર વાળે એમ કહે વું અથવા માનવું એ બહાદુર બોઅરને અને આપણને અન્યાય કરવા બરોબર છે. એ તો કેવળ આપણી નામર્દાઈની નિશાની ગણાય. એવો ખ્યાલ સરખો કરવો એ વફાદારીને બટ્ટો ગણાય. કોઈ અંગ્રેજ ક્ષણભર પણ એવો વિચાર કરી શકે કે અંગ્રેજ હારે તો તેનું પોતાનું શું [ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


થાય? લડાઈના મેદાનમાં પડનાર કોઈ પણ માણસ પોતાનું મનુષ્યત્વ ખોયા વિના આવી દલીલ કરી જ ન શકે.” આવી દલીલ મેં 1899માં કરી અને તેમાં કંઈ પણ ફે રફાર કરવા જ ેવું મને આજ ે પણ નથી લાગતું. એટલે કે, હં ુ જ ે મોહ તે વખતે બ્રિટિશ રાજતંત્ર ઉપર રાખતો હતો, આપણી સ્વતંત્રતાની જ ે આશા એ રાજતંત્રની નીચે તે વખતે મેં બાંધી હતી, તે મોહ અને તે આશા જો આજ ે પણ કાયમ હોય તો હં ુ અક્ષરશ: એ જ દલીલ દક્ષિણ આફ્રિકામાં કરું અને તેવા સંજોગોમાં અહીં પણ કરું . આ દલીલની સામે ઘણા રદિયા મેં દક્ષિણ આફ્રિકામાં સાંભળેલા, ત્યાર પછી વિલાયતમાં પણ સાંભળેલા. એમ છતાં મારા વિચારો બદલવાનું કંઈ પણ કારણ હં ુ જોઈ શક્યો નથી. હં ુ જાણું છુ ં કે મારા આજના વિચારોને પ્રસ્તુત વિષયની સાથે કશો સંબંધ નથી, પણ ઉપરનો ભેદ જણાવવાનાં બે સબળ કારણ છે. એક તો એ કે આ પુસ્તક ઉતાવળથી હાથમાં લેનાર ધીરજથી અને ધ્યાનપૂર્વક આ પુસ્તક વાંચે એવી આશા રાખવાનો મને કંઈ હક નથી. એવા વાંચનારને મારી આજકાલની હિલચાલની સાથે ઉપરના વિચારોનો મેળ મેળવતાં મુશ્કેલી પડે, અને બીજુ ં કારણ એ કે એ વિચારશ્રેણીની અંદર પણ સત્યનો જ આગ્રહ છે. આપણે જ ેવા અંતરમાં છીએ તેવા જ દેખાવું, અને તે પ્રમાણે વર્તવું એ ધર્માચરણનું છેલ્લું પગથિયું નથી પણ એ પહે લું પગથિયું છે. ધર્મનું ચણતર એ પાયા વિના અસંભવિત છે. હવે આપણે પાછા ઇતિહાસ તરફ વળીએ. મારી દલીલ ઘણાને ગમી. એ દલીલ મારી એકલાની જ હતી એમ પણ હં ુ વાંચનારને

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

મનાવવા ઇચ્છતો નથી. વળી આ દલીલ પહે લાં પણ લડાઈમાં ભાગ લેવાનો વિચાર રાખનારા ઘણા હિં દીઓ હતા જ. પણ હવે વ્યાવહારિક પ્રશ્ન એ ખડો થયો કે આ વંટોળિયો વાઈ રહ્યો છે તેમાં હિં દી તૂતીનો અવાજ કોણ સાંભળશે? હિં દીની શી ગણતરી થશે? હથિયાર તો અમારામાં કોઈએ કોઈ દહાડો ઝાલ્યાં જ ન હતાં. લડાઈનું બિનહથિયારી કામ કરવાને સારુ પણ તાલીમ તો જોઈએ જ. એકતાલે કૂ ચ કરતાં પણ અમારામાંના કોઈને ન આવડે. વળી લશ્કરની સાથે લાંબી મજલો કરવી, પોતપોતાનો સામાન ઊંચકીને ચાલવું એ પણ કેમ થઈ શકે? વળી ગોરાઓ અમને બધાને ‘કુ લી’ જ ગણે, અપમાનો પણ કરે , તિરસ્કારની નજરે જુ એ. એ કેમ સહન થઈ શકે? અને લશ્કરમાં દાખલ થવાની માગણી કરીએ તો એ માગણી કેવી રીતે સ્વીકારાવવી? છેવટે અમે બધા એવા નિશ્ચય પર આવ્યા કે સ્વીકારાવવાને સબળ પ્રયત્ન કરવો, મહે નત મહે નતને શીખવશે, ઇચ્છા હશે તો શક્તિ ઈશ્વર આપશે; મળેલું કામ કેમ થશે તેની ચિંતા છોડી દેવી; બને તેટલી તાલીમ લેવી અને એક વખત સેવાધર્મ સ્વીકારવાનો નિશ્ચય કરીએ તો પછી માનઅપમાનનો વિચાર માંડી જ વાળવો, અપમાન થાય તે સહન કરીને પણ સેવા કરી શકીએ. ...અમારામાંના મુખ્ય માણસોએ ઘવાયેલાઓની અને દરદીઓની સારવાર કરવાની તાલીમ લીધી. અમારી શારીરિક સ્થિતિ વિશે દાક્તરોનાં સર્ટિફિકેટ મેળવ્યાં, અને લડાઈમાં જવા માગણી સરકારને મોકલી દીધી. એ કાગળ અને તેની પાછળ રહે લા સ્વીકાર કરવાના આગ્રહની અસર ઘણી સારી થઈ. 73


કાગળના જવાબમાં સરકારે ઉપકાર માન્યો પણ તે વખતે સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો. દરમિયાન બોઅરોનું બળ વધતું ચાલ્યું. તેમનો ધસારો તો એક મોટી રે લની માફક થયો અને નાતાલની રાજધાની સુધી આવી પહોંચવાનો ભય જણાયો. ઘણા જખમી થયા. અમારો પ્રયત્ન તો જારી જ હતો. છેવટે ઍમ્બુલન્સ કોર (ઘવાયેલાઓને ઊંચકનારી અને તેમની સારવાર કરનારી ટુકડી) તરીકે અમારો સ્વીકાર થયો. અમે તો ઇસ્પિતાલોનાં પાયખાનાં સાફ કરવાનું અથવા ઝાડુ દેવાનું કામ પણ સ્વીકારવાનું લખી મોકલ્યું હતું. એટલે ઍમ્બુલન્સ કોર બનાવવાનો સરકારનો વિચાર અમને આવકારલાયક લાગે એમાં શી નવાઈ? અમારું જ ે કહે ણ હતું તે સ્વતંત્ર અને ગિરમીટમુક્ત હિં દીઓ વિશે હતું. અમે તો સૂચના કરી હતી કે ગિરમીટિયાઓને પણ આમાં દાખલ કરવા એ ઇચ્છવા જ ેવું છે. એ વખતે તો સરકારને જ ેટલા મળે એટલા માણસો જોઈતા હતા. તેથી બધી કોઠીઓમાં પણ નિમંત્રણ મોકલેલાં. પરિણામે લગભગ 110 હિં દીઓની શોભીતી વિશાળ ટુકડી ડરબનથી રવાના થઈ. તે રવાના થતાં મિ. એસ્કંબ જ ેનું નામ વાંચનાર જાણે છે અને જ ે નાતાલના ગોરા સ્વયંસેવકોના ઉપરી હતા તેણે અમને ધન્યવાદ અને આશીર્વાદ આપ્યા! ... આ ટુકડીમાં લગભગ 300થી 400 ગિરમીટમુક્ત હિં દીઓ હશે કે જ ે સ્વતંત્ર હિં દીઓની હિલચાલથી એકઠા થયેલા. તેમાં સાડત્રીસ જણ આગેવાન તરીકે ગણાતા હતા, કેમ કે એ લોકોની સહીથી સરકારને કહે ણ ગયેલું, અને બીજાઓને એકઠા કરનારા એ હતા. આગેવાનોમાં બૅરિસ્ટર, મહે તાઓ વગેરે 74

હતા. બાકીનામાં કારીગર—જ ેવા કે કડિયા, સુતાર, મજૂ રવર્ગ વગેરે—હતા. આમાં હિં દુ, મુસલમાન, મદ્રાસી, ઉત્તરના હિં દી એમ બધા વર્ગના હતા. વેપારીવર્ગમાંથી કોઈ જ નહીં એમ કહી શકાય. પણ વેપારીઓએ પૈસાનો ફાળો સારો આપ્યો હતો. આવડી ટુકડીને ફોજી ભથ્થું મળે તેના ઉપરાંત બીજી હાજતો હોય છે અને તે પૂરી પડી શકે તો તેથી એ કઠણ જિંદગીમાં કંઈક રાહત મળે છે. એવી રાહતજોગી વસ્તુઓ પૂરી પાડવાનું વેપારીવર્ગે માથે લીધેલું, અને તેની સાથે જ ે ઘવાયેલાની અમારે સારવાર કરવી પડે તેઓને સારુ પણ મીઠાઈ, બીડી વગેરે આપવામાં પણ તેઓએ સારી મદદ કરે લી. વળી જ્યાં જ્યાં શહે રોની પાસે અમારો મુકામ થતો ત્યાં ત્યાં વેપારીવર્ગ આવા પ્રકારની મદદ કરવામાં પૂરો ભાગ લેતો હતો. ... અમને દરદીઓની સારવારની તાલીમ આપનાર ડૉક્ટર બૂથ પણ અમારી ટુકડીની સાથે હતા. એ ભલા પાદરી હતા અને હિં દી ખ્રિસ્તીઓમાં કામ કરતા પણ બધાની સાથે ભળી જતા. ...જ ેવી હિં દી ટુકડી બની હતી તેવી જ યુરોપિયનોની ટુકડી પણ બનાવવામાં આવી હતી, અને બંનેને એક જ જગાએ કામ કરવાનું હતું. અમારું કહે ણ બિનશરતી હતું, પણ સ્વીકારપત્રમાં એમ જણાવવામાં આવ્યું હતું કે અમારે તોપ કે બંદૂકના ઘાની હદની અંદર કામ કરવાનું ન હતું. એનો અર્થ એ થયો કે લડાઈના ક્ષેત્રમાં જ ે સિપાઈ ઘવાય તેને ફોજની સાથે રહે નારી સારવાર કરનારી કાયમી ટુકડી ઉપાડી જાય અને લશ્કરની પછાડી મૂકે. ગોરાની અને અમારી તાત્કાલિક ટુકડીઓ [ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


તૈયાર કરવાનો સબબ એ હતો કે લેડીસ્મિથમાં ઘેરાઈ રહે લા જનરલ વ્હાઇટને છોડાવવાનો મહાપ્રયત્ન જનરલ બુલર કરવાના હતા અને તેમાં કાયમી ટુકડી પહોંચી વળે તેના કરતાં ઘણા વધારે જખમી થવાની તેને ધાસ્તી હતી. લડાઈ એવા મુલકમાં ચાલી રહી હતી કે જ્યાં રણક્ષેત્ર અને મથકની વચ્ચે પાકા રસ્તાઓ પણ નહીં. તેથી ઘોડાગાડી વગેરે વાહનોથી ઘવાયેલા માણસોને લઈ જવાનું અશક્ય. મથક હં મેશ કોઈ પણ રે લવેસ્ટેશનની પાસે રાખેલું હોય અને તે રણક્ષેત્રથી સાતઆઠ માઈલથી પચીસ માઈલ સુધી પણ દૂર હોય. અમને કામ કરવાનું તુરત જ મળ્યું અને તે ધાર્યા કરતાં સખત. સાતઆઠ માઈલ સુધી જખમીઓને ઉપાડી જવા એ તો સહજ હતું. પણ પચીસ માઈલ સુધી અને તે પણ ભયંકર જખમ ખાધેલા સિપાઈઓ અને અમલદારોને ઊંચકી જવાના. રસ્તામાં તેઓને દવા દેવી, કૂ ચ સવારે આઠ વાગ્યે શરૂ થાય અને સાંજના પાંચ વાગ્યે તો મથક ઉપર પહોંચવાનું. આ ઘણું આકરું કામ ગણાય. એક જ દિવસમાં પચીસ માઈલનો પંથ ઘાયલને ઊંચકીને કરવાનું તો એક જ વખત આવેલું. વળી આરં ભમાં હાર ઉપર હાર થતી ગઈ અને જખમીઓ ઘણા વધી પડ્યા તેથી ગોળાની હદમાં અમને નહીં લઈ જવાનો વિચાર પણ અમલદારોને માંડી વાળવો પડ્યો હતો. પણ મારે એટલું જણાવવું જોઈએ કે જ્યારે એવો પ્રસંગ આવ્યો ત્યારે અમને કહી દેવામાં આવ્યું હતું કે: “તમારી સાથેની શરત પ્રમાણે તમારા ઉપર ગોળા પડે એવા જોખમમાં તમને મૂકવા નથી, તેથી જો તમે એ જોખમમાં પડવા ઇચ્છો તો તમને તેવી ફરજ પાડવાનો જનરલ બુલરનો મુદ્દલ વિચાર

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

નથી. પણ જો તમે એ જોખમ ઉપાડો તો સરકાર જરૂર તમારો ઉપકાર માનશે.” અમે તો જોખમ ઉપાડવા ઇચ્છતા જ હતા. બહાર રહે વું એ અમને ગમેલું જ નહીં, તેથી આ પ્રસંગને બધાએ વધાવી લીધો. કોઈની ઉપર ગોળીના ઘા નહીં થયેલા તેમ કોઈને બીજી રીતે પણ ઈજા નહોતી થઈ. આ ટુકડીના રસિક અનુભવો તો ઘણા છે. પણ તે બધા આપવાની આ જગા નથી. પણ એટલું કહે વું જોઈએ કે જ ેમાં અણઘડ મનાતા ગિરમીટિયા પણ હતા એવી આ આપણી ટુકડીને યુરોપિયનની તાત્કાલિક ટુકડીના તેમ જ કાળા લશ્કરના ગોરા સિપાઈઓના પ્રસંગમાં અનેક વાર આવવું પડતું, છતાં અમને કોઈને એમ નહીં લાગ્યું કે ગોરાઓ અમારી સાથે અતડાઈથી વર્તતા હતા અથવા તિરસ્કાર બતાવતા હતા. ગોરાઓની તાત્કાલિક ટુકડીમાં તો દક્ષિણ આફ્રિકામાં વસેલા ગોરાઓ જ હતા. તેઓ લડાઈ પહે લાં હિં દીવિરોધી હિલચાલમાં ભાગ લેનારા હતા. પણ આ આપત્તિના પ્રસંગે હિં દીઓ પોતાનાં અંગત દુ:ખ ભૂલીને મદદ કરવા નીકળ્યા છે એ જ્ઞાને અને એ દૃશ્યે તેમનાં હૃદય પણ એ ક્ષણે તો પિગળાવી દીધાં હતાં. જનરલ બુલરના લખાણમાં અમારા કામની તારીફ હતી એ પાછળ કહે વાઈ ગયું છે. સાડત્રીસ આગેવાનોને લડાઈના ચાંદ પણ આપવામાં આવ્યા હતા. લેડીસ્મિથને છોડાવવાનો જનરલ બુલરનો આ હુમલો પૂરો થતાં એટલે બે મહિના દરમિયાન અમારી ટુકડી તેમ જ ગોરાની ટુકડીને રજા આપવામાં આવી હતી. લડાઈ તો ત્યાર પછી બહુ લાંબી ચાલી. અમે તો સદાયે ફરી જોડાવા તૈયાર હતા અને વિખેરવાના 75


ઓથ નીચે જાય, અને પોતાનો જીવ બચાવે. પરભુસિંગને એક ઝાડ તળે બેસવાનું હતું. તોપ શરૂ થાય અને ચાલ્યા કરે ત્યાં સુધી તે બેસતો. તેણે તોપવાળા ટેકરા તરફ જોયા જ કરવું, અને જ ેવો એ ભડકો જુ એ કે તરત ટોકરો વગાડવો. તે સાંભળીને જ ેમ બિલાડીને જોઈને ઉંદર પોતાના દરમાં ઘૂસી જાય તેમ જીવલેણ ગોળો આવવાની સાવધાનીનો ઘંટ વાગતાં જ શહે રીઓ પોતપોતાની ઓથમાં છુ પાઈ જાય અને જાન બચાવે. પરભુસિંગની આ અમૂલ્ય સેવાની તારીફ કરતાં લેડીસ્મિથના અમલદાર જણાવે છે કે પરભુસિંગે એવી નિષ્ઠાથી કામ કરે લું કે એક પણ વખત ઘંટ વગાડતાં એ ચૂક્યો નથી. એટલું ઉમેરવાની ભાગ્યે જ જરૂર હોય કે પરભુસિંગને પોતાને તો હં મેશાં જોખમમાં જ રહે વાનું હતું. આ વાત નાતાલમાં પ્રગટ થઈ એટલું જ નહીં પણ લૉર્ડ કર્ઝનને કાને પણ પહોંચી. તેમણે પરભુસિંગને ભેટ કરવા એક કાશ્મીરી ઝભ્ભો મોકલાવ્યો અને નાતાલની સરકારને જણાવ્યું કે જ ેટલી જાહે ર રીતે બની શકે તેટલી જાહે ર રીતે કારણ દર્શાવીને પરભુસિંગને તે ભેટ કરવો. એ કામ ડરબનના મેયરને સોંપવામાં આવ્યું હતું. અને ડરબનના ટાઉનહૉલમાં કાઉન્સિલ ચેમ્બરમાં જાહે રસભા ભરી એ ભેટ આપવામાં આવી હતી. આ દૃષ્ટાંત આપણને બે વસ્તુ શીખવે છે: એક તો કોઈ પણ મનુષ્યને હલકો કે નજીવો ન ગણવો, બીજુ ,ં ગમે તેવો ભીરુ માણસ હોય એ પણ અવસર આવ્યે વીર બની શકે છે.

હુકમની સાથે કહે વામાં આવ્યું હતું કે વળી પાછી જો એવી જબરી હિલચાલ ઉપાડવામાં આવશે તો સરકાર અમારો ઉપયોગ જરૂર કરશે. દક્ષિણ આફ્રિકાના હિં દીઓએ લડાઈમાં આપેલો આ હિસ્સો પ્રમાણમાં નજીવો ગણાય. જાતનું જોખમ તો કંઈ જ નહીં એમ કહીએ તો ચાલે. એમ છતાં શુદ્ધ ઇચ્છાની અસર થયા વિના તો રહે તી જ નથી. વળી જ્યારે એવી ઇચ્છાની કોઈએ આશા ન રાખી હોય તે વખતે તેનો અનુભવ થાય ત્યારે તો તેની કિંમત બેવડી અંકાય છે. હિં દીઓને વિશે એવી સુવાસ લડાઈ ચાલતી હતી તે દરમ્યાન રહી. આ પ્રકરણ પૂરું કરતાં પહે લાં એક જાણવાજોગ કિસ્સો મારે નોંધવો જોઈએ. લેડીસ્મિથના ઘેરાયેલા માણસોમાં અંગ્રેજો તેમ જ ત્યાં વસનારા છૂટાછવાયા હિં દીઓ પણ હતા. તેમાં વેપારીવર્ગ તેમ જ ગિરમીટિયા, રે લવેમાં કામ કરનારા અથવા ગોરા ગૃહસ્થોને ત્યાં નોકર તરીકે રહે નારા પણ હતા. તેમાંનો એક ગિરમીટિયો નામે પરભુસિંગ હતો. ઘેરાયેલા માણસોમાં સૌને કંઈ કંઈ ફરજ તો ઉપરી અમલદાર સોંપે જ. ઘણું જ જોખમવાળું અને તેટલું જ કીમતી કામ ‘કુ લી’માં ખપતા પરભુસિંગને હસ્તક હતું. લેડીસ્મિથની નજીક ટેકરી ઉપર બોઅર લોકોની પૉમ્ પૉમ્ નામની તોપ હતી. તેના ગોળાથી ઘણાં મકાનોનો નાશ થયો અને કેટલાક જાનથી પણ ગયા. તોપમાંથી ગોળો છૂટે અને દૂરના નિશાન સુધી પહોંચે તેમાં એકબે મિનિટ તો અવશ્ય જાય. જો એટલી મુદતની સાવચેતી ઘેરાયેલાને મળે તો ગોળો આવી પહોંચે તેના પહે લાં તેઓ કંઈ ને કંઈ

[‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માંથી સંપાદિત] 

76

[ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


યુદ્ધ શાને? : સિગમંડ ફ્રૉઇડે આઇન્સ્ટાઇનને લખેલા પત્રમાંથી...

‘તમે જ ે સવાલ પૂછ્યો મને કે, આ યુદ્ધના સંકટમાંથી માણસજાતના ઉગારનો માર્ગ શો?

એને એમાંથી બચાવી લેવા આપણે શું કરી શકીએ? ખરું પૂછો તો આ સવાલે મને ચમકાવી મૂક્યો હતો ને એના પર વિચાર કરતાં મને આ બાબત કંઈ કરી શકવાની મારી અસમર્થતાનું ભાન થયું, ત્યારે તો હં ુ કેવળ ડઘાઈ જ ગયો. કારણ મને તરત ખ્યાલ આવ્યો કે, આ સવાલ તો વાસ્તવિક રાજકારણનો છે, ને એને સમજવા માટે રાજપુરુષોનો સમ્યક અભ્યાસ જરૂરી છે. ...પણ તે પછી તરત મને એય સમજાયું કે તમે કોઈ એક વિજ્ઞાની યા તો પદાર્થ—વિજ્ઞાની તરીકે મને આ સવાલ નથી પૂછતા; પરં તુ માનવજાતના ચાહક તરીકે તમારા મનમાં આ સવાલ પેદા થયો છે; ને લીગ ઑફ નેશન્સની હાકલને માન આપી, જ ેમ ધ્રુવપ્રદેશના સાહસવીર ફ્રિડજો નાનસૈને1 વિશ્વયુદ્ધનાં બુભુક્ષિતો ને નિરાશ્રિતોની સેવાનું કામ ઉપાડી લીધેલું, તે રીતે આ સવાલે તેમને આમાં સંડોવેલા છે. ને બીજી જ પળે મને એ પણ સમજાયું કે, તમે આ સવાલ બાબત મારી પાસેથી વાસ્તવિક ઉકેલનાં સૂચનોની માગણી નથી કરી, પરં તુ તમને મૂંઝવી રહે લ યુદ્ધ-અવરોધના આ સવાલ પર એક માનસવિજ્ઞાની કંઈ પ્રકાશ નાખી શકે એમ છે કે નહીં તે જ જાણવા ઇચ્છ્યું છે. માણસ-માણસ વચ્ચેનાં હિતોની અથડામણનો ઉકેલ મુખ્યત્વે હિં સા યા બળથી કરવામાં આવે છે. ...પશુસૃષ્ટિમાં પણ આ જ નિયમ પ્રવર્તે છે, તો માણસ એમાંથી બાકાત શી રીતે રહે વાનો હતો? ખેર, પણ માણસમાં તો મતામતની અથડામણો પણ જાગે છે, ને એમાં ઘણી વાર તો મતભેદો અત્યંત સૂક્ષ્મ ને કલ્પનાતીત એવા વિચારના શિખર પર બિરાજનારા હોય છે.... એટલે એના ઉકેલને માટે માણસે બળ સિવાયની બીજી પદ્ધતિ અજમાવવાની અગત્ય ઊભી થાય છે.... આપણે જાણીએ છીએ કે કાળક્રમે માણસનો જ ેમ જ ેમ વિકાસ થતો ગયો, તેમ તેમ બળ ને હિં સાનું સ્થાન કાયદાએ લીધું છે. ...પશુબળને દબાવી દઈ, માણસનાં વિશાળ દળોએ સત્તા જમાવી, ને આ વિશાળ દળો એટલે સમભાવની લાગણીથી જોડાયેલા લોકસમૂહ. પરં તુ સંપીલા સંયુક્ત લોકસમૂહોની હયાતી એ લગભગ સિદ્ધાંતને ચોપડે રહે નારી અસંભવિત વસ્તુ છે. કારણ આ સમૂહમાં અનેક ભિન્ન ભિન્ન પ્રકારનાં, ને અસમાન સત્તા ધરાવનારાં તત્ત્વોનો સમાવેશ થયેલો હોય છે. જ ેમાં સ્ત્રીઓ, પુરુષો, બાળકો, બુઢ્ઢાઓ ને તે ઉપરાંત જીતેલાં ને હારે લાં, માલિકો ને ગુલામ જ ેવાં પચરં ગી તત્ત્વોનો શંભુમેળો થયેલો હોય છે. ...આથી સત્તા ચલાવનાર ને સત્તા હે ઠળ રહે નારાં વચ્ચે સતત ઘર્ષણ ચાલ્યા કરે છે, ને આવી સત્તાને પોતાની સમતુલા જાળવવા માટે વારં વાર બાંધછોડ કરતા રહે વું પડે છે..... ને આ બધી હિલચાલ દ્વારા 1. ફ્રિડજો નાનસૈન [૧૮૬૧-૧૯૩૦], પ્રખર અભ્યાસુ અને નોબેલ સન્માન મેળવનાર.

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

77


લોકસમુદાયનું જ ે ઘડતર થાય છે, તેને આપણે આમજનતાના સાંસ્કારિક વિકાસ તરીકે ઓળખીએ છીએ. આપણે જ ેને સરખાં હિત ધરાવનારાઓનો સમૂહ ગણીએ છીએ, તેમાં પણ એના અમુક અંશનું હિત જોખમાતું લાગતાં હિં સા અનિવાર્ય બની ઊભી રહી જાય છે.... તેમ છતાં એકસરખી જરૂરિયાતો ને જીવનની આદતોએ માણસને બંધુત્વની ભાવના કેળવવાની ફરજ પાડી છે. ને તેથી જ માણસ હં મેશાં ઝંખતો આવ્યો છે કે — આવા પશુબળનો ઝડપી વિલય થવો જોઈએ, ને તેથી જ શાંતિમય ઉકેલો દ્વારા એકધારી પ્રગતિનો માર્ગ ખુલ્લો થયેલો છે. છતાં વિશ્વના ઇતિહાસની તવારીખ પર ઊડતી નજર નાખનારને ખબર છે કે, આપણો આખો ઇતિહાસ નાનામોટા સંઘર્ષોથી જ ઊભરાઈ રહે લો છે... આ તમામ સંઘર્ષોને કેવળ સારા-ખોટા યા વાજબી-ગેરવાજબીનાં લેબલ લગાડી દઈ શકાય એમ નથી.... એમાંથી જ ે કંઈ નીપજ્યું છે, એમાં સારાં ને ખોટાં બંનેનો સમાવેશ થઈ જાય છે. ને કદાચ તમને હં ુ કહં ુ છુ ,ં તે વિચિત્ર લાગશે, પરં તુ આપણે કબૂલ કરવું પડશે કે, યુદ્ધ જ કદાચ આપણને આપણે આજ ે જ ેની ઝંખના કરીએ છીએ, તેવી અખંડ શાંતિના માર્ગે દોરી જનાર વસ્તુ બનશે. કારણ, યુદ્ધે જ વિશાળ સામ્રાજ્યોને જન્મ આપ્યો છે, ને એની સરહદોમાં પેદા થનાર તમામ પ્રકારનાં યુદ્ધોને સામ્રાજ્યની કેન્દ્રીય સત્તા દ્વારા દબાવી દેવામાં આવ્યાં છે. ...પરં તુ ભિન્ન ભિન્ન પ્રદેશોને હિં સા વડે રે ણીને ઊભાં કરે લાં આ સામ્રાજ્યોમાં સાચી શાંતિનું પ્રવર્તન એ લગભગ અશક્ય વસ્તુ છે.... ને એટલે જ એના વિજયનાં ફળનું આયુષ્ય બહુ ટૂ કં ું રહે વાનું. અગાઉનાં નાનાં નાનાં એકમોનાં હિતોની અથડામણ રૂપે થનારાં યુદ્ધોનું સ્વરૂપ પણ નાનું હતું. બાદમાં, વિશાળ સામ્રાજ્યો ઊભાં થતાં, એ નાના નાના સંઘર્ષો જોકે અદૃશ્ય થઈ ગયા. પરં તુ તેને સ્થાને સામ્રાજ્યો વચ્ચેની અથડામણોએ જ ે યુદ્ધ જન્માવ્યાં, એનું સ્વરૂપ વિશ્વવ્યાપક બની ગયું. માનવજાતને માટે આનો અર્થ એટલો જ થયો કે, નાનાં નાનાં અપરં પાર યુદ્ધોમાં અવિરત ગૂંથાઈ રહે વાને બદલે એને અમુક લાંબે ગાળે મહાયુદ્ધોનો સામનો કરવાનો વારો આવ્યો. પણ કદી કદી દેખાનારાં આ મહાયુદ્ધો પેલા કરતાં અનેકગણાં વિનાશકારી બન્યાં. દુનિયાની આજની પરિસ્થિતિ માટે પણ આ જ વસ્તુ સાચી છે ને આપણે ટૂ કં ે રસ્તે થઈને પણ ત્યાં જ આવી પહોંચ્યા છીએ. હવે યુદ્ધના અંતનો કોઈ એક ને ચોક્કસ માર્ગ હોય તો તે એક જ છે ને તે — સૌની સહમતીથી એક કેન્દ્રીય સત્તાની સ્થાપના કરવી ને દુનિયામાં વિધવિધ હિતો વચ્ચેના તમામે તમામ સંઘર્ષો બાબત એના શબ્દને આખરી ગણી સૌએ માથે ચઢાવી લેવો. પરં તુ આજ ે આવી સાર્વભૌમ સત્તા ધરાવનારા એવા કોઈ એકતાના તત્ત્વની ખોજ માટે આંખો તાણવી એ નકામું છે. આજ ે તો એ તદ્દન દેખીતું ને સ્પષ્ટ છે કે, પ્રત્યેક દેશમાં આજ ે રાષ્ટ્રવાદી આદર્શોનું સર્વસત્તાધીશ રૂપ બિરાજી રહ્યું છે, ને તે માણસને એકબીજાથી તદ્દન વિપરીત દિશામાં જ ખેંચી જઈ રહ્યું છે. ...એટલે આજ ે તો પશુબળને સ્થાને કોઈ આદર્શની 78

[ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


સત્તાનું સ્થાપન કરવાનો પ્રયાસ કરવો એ સામે મોંએ પરાજય વહોરવા બરાબર છે. આજની દુનિયામાં ન્યાય એ પશુબળના પાયા પર ઊભેલો છે, ને હિં સા દ્વારા જ નિભાવાઈ રહ્યો છે, એ સત્ય જો ભૂલી જઈશું તો આપણે આપણા તર્કમાં એક પગથિયું ચૂકી ગયા એમ ગણાશે. તમને આશ્ચર્ય થાય છે કે, પ્રત્યેક માણસને યુદ્ધની મહામારીનો ચેપ આટલી સહે લાઈથી શી રીતે લગાડી શકાતો હશે? ને તમને લાગે છે કે, માણસ આવા ચેપનો આટલો જલદી ભોગ થઈ પડે છે? તેનું કારણ એ હોવું જોઈએ કે એનામાં સ્વયંસ્ફૂર્ત એવી ધિક્કાર અને ક્રૂ રતાની વૃત્તિ પડેલી હોવી જોઈએ, જ ે તક મળતાં જ વીફરી ઊઠે છે. ઇતિહાસને પાને પાને વેરાયેલાં ક્રૂ રતાનાં દૃષ્ટાંતો પર નજર નાખી વિચાર કરતાં આપણે જોઈ શકીશું કે, આદર્શ હે તુઓએ ઘણી વાર માણસની મોહ ને વિનાશની વૃત્તિઓને ઢાંકવાનું કામ કર્યું છે. ... આદર્શ વૃત્તિઓએ જાગ્રત ચેતનાનો મોખરાનો ભાગ સાચવ્યો હતો. – તે વખતેય એણે પોતાનું બળ તો મેળવેલું એની ઊંડેઊંડે ઢંકાઈ રહે લ ધિક્કાર ને વિનાશની વૃત્તિમાંથી જ. ખેર, પણ હં ુ એય જાણું છુ ં કે તમને મારી આ બધી સિદ્ધાંતચર્ચાઓમાં રસ નથી, પણ યુદ્ધને અટકાવવામાં જ રસ છે. ... પરં તુ મારાં આ બધાં અવલોકનોને આપણા વિષય સાથે ઘણો સંબંધ છે, ને હં ુ માનું છુ ં કે, માણસજાતમાં રહે લી આ આક્રમક વૃત્તિઓને આપણે કોઈ રીતે કચડી નાખી શકવાના નથી. માણસની આક્રમક વૃત્તિઓને કચડી નાખવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. આપણે જો કંઈ કરવા વિચારવાનું હોય તો તે એટલું જ કે, એની એ વૃત્તિઓને યુદ્ધ સિવાયના બીજા માર્ગોએ વાળવી શી રીતે? જો આક્રમક ને વિનાશ કરવાની વૃત્તિ માણસને યુદ્ધ તરફ ધકેલી લઈ જતી હોય, તો એની સામા છેડાની વૃત્તિને — અર્થાત્ સર્જનની વૃત્તિને આપણે હાથમાં લેવી જોઈએ. માણસ માણસ વચ્ચેના લાગણીના સૂત્રને મજબૂત કરનાર એવી તમામ લાગણીઓને આપણે યુદ્ધ સામે કાર્યસાધક બનાવવા હાથ ધરવી જોઈએ.... માણસે માણસમાં રહે લ સરખાપણાના સૂત્રને આગળ લાવનાર પ્રત્યેક વસ્તુ માણસમાં સામાજિકતાની, સમત્વની લાગણી જગાડે છે. ને એના પર જ ઘણા મોટા ભાગે આપણા આ માનવસમાજની ઇમારત ઊભી થયેલી છે. સત્તાના દુરુપયોગ અંગેની તમારી ટીકામાં મને માણસની યુદ્ધખોર વૃત્તિઓ સામે આડકતરો હલ્લો કરવા માટેનું એક બીજુ ં સૂચન જડી આવે છે. ને તે એ કે માણસ દોરનાર નેતા ને એના વડે દોરાનાર આમસમૂહમાં વહેં ચાયેલો છે. ને આ પણ એની એક જન્મગત ને નિવારી શકાય એવી અસમાનતાનું દ્યોતક રૂપ છે. ....શા માટે તમે ને હં ુ , ને આપણા જ ેવા બીજા કેટલાય લોકો ઉગ્ર રીતે યુદ્ધ સામે આપણો વિરોધ પ્રકટ કરીએ છીએ, ને આપણા જીવનની બીજી અનેક ઘૃણાજનક વાસ્તવિકતાઓને આપણે મૂંગા મૂંગા સ્વીકારી લઈએ છીએ, તેમ આનોય સ્વીકાર કેમ નથી કરી લેતા? એ

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

79


રીતે જોવા જઈએ તો આ પણ એક કુ દરતી વૃત્તિઓનું, જીવશાસ્ત્રના નક્કર પાયા પર ઊભેલી ને લગભગ અનિવાર્ય એવી વૃત્તિઓનું જ પરિણામ છે. મારા આ સવાલનો જ ે જવાબ મળે છે તે આવો છે : પ્રત્યેક મનુષ્યને પોતાની જિંદગી ઉપર પૂરેપૂરો અધિકાર છે. પરં તુ આ યુદ્ધો અનેક ઊજળાં ભાવિની આશા આપતી જિંદગીઓનો નાશ કરે છે, એટલા માટે આપણે એને ધિક્કારીએ છીએ. કારણ કે યુદ્ધ વ્યક્તિને એની મરજી વિરુદ્ધ એવી શરમભરી પરિસ્થિતિએ જોતરી દે છે, કે જ ેમાં એની માનવતા રોળાઈ જાય છે, માણસે એના પુરુષાર્થમાંથી નિપજાવેલાં ફળ સમાન ભૌતિક સુખસાધન, સગવડોનો ને એથીયે અદકેરી બીજી અનેક વસ્તુઓનો એ નાશ કરે છે, તેથી આપણે એને ધિક્કારીએ છીએ. તદુપરાંત, યુદ્ધો આજ ે જ ે રીતે સંચાલિત થતાં હોય છે, એમાં હવે આપણા પુરાણા આદર્શ મુજબ વીરતા યા શૌર્યનું ક્યાંય કશું સ્થાન રહ્યું નથી. ને આપણાં આધુનિક શસ્ત્રોને જ ેમ જ ેમ પાણી ચઢતાં જશે, ને એની પૂર્ણતા હાંસલ થતી જશે, તેમ તેમ એમાંથી બંને પક્ષેથી યુદ્ધમાં ઊતરનારાઓનો ને કદાચ નહીં ઉતારનારાઓનો પણ સમૂળો વિનાશ જ પરિણમવાનો છે. આ નર્યું સત્ય છે, ને તે એટલું દેખીતું ને સ્પષ્ટ છે કે, આપણને કેવળ આશ્ચર્યમાં ડુબાડી દે છે કે, જો આવું જ છે, તો પછી સૌ ભેગાં મળીને એકમતીથી આ યુદ્ધને શા માટે સદંતર બંધ કરી દેતા નથી? આમ, આ એક ચર્ચાસ્પદ સવાલ બની ઊભો રહી ગયો. કોઈ કહે શે, સમાજના હિત માટે વ્યક્તિના જીવનનો ભોગ શા માટે ન માગી શકાય? વગેરે વગેરે... ખેર, હં ુ તો માનું છુ ં કે જ્યાં લગી જુ દાં જુ દાં રાષ્ટ્રો ને સામ્રાજ્યોની હયાતી છે, ત્યાં લગી દરે ક પક્ષ પોતાના હરીફને ઝબ્બે કરવા ક્રૂ રતા ને વિનાશનાં આ ઉપકરણો સજ્યે જશે, ને યુદ્ધ માટેની તૈયારીમાં કોઈ એકબીજાની પાછળ રહી જવા માગશે નહીં. ખેર, એ વાત જવા દો. ને મને કહે વા દો કે, યુદ્ધ સામેના તમારા-મારા-સહિયારા ધિક્કારનો પાયો શો છે? મને આ બાબત એમ લાગે છે કે, આપણે યુદ્ધને કોઈ હિસાબે ધિક્કાર્યા સિવાય રહી શકીએ એમ નથી, કારણ સ્વભાવગત રીતે આપણે શાંતિવાદીઓ છીએ, ને આપણી પ્રકૃ તિ માટે હવે એ વસ્તુને સહ્ય ગણી સ્વીકારી લેવી એ બિલકુ લ શક્ય જ નથી. ને આપણી આ માન્યતાને વ્યાજબી ઠરાવવા માટે આપણે જોઈએ તેટલી દલીલો પૂરી પાડવા તૈયાર થઈ જઈએ છીએ. આ બાબત હં ુ જ ે કંઈ માનું છુ ં તે આ છે. અનાદિકાળથી માણસજાત પોતાનો સાંસ્કારિક વિકાસ સાધતી આવેલી છે. (કેટલાક આ વિકાસને સંસ્કૃતિનું નામ આપવું વધુ પસંદ કરે છે.) આપણા સમાજની પાસે આજ ે જ ે કંઈ સારું છે, તે બધું વિકાસની આ પ્રક્રિયાને આભારી છે. તેમ આપણા માનવસમાજમાં જ ે મોટા ભાગનાં દુઃખો ને અનિષ્ટો છે, તે પણ આ પ્રક્રિયાના પરિણામરૂપે જડેલાં છે. એ બધાંનાં મૂળ ને કારણો અજાણ્યાં છે, એના કેટલાય સવાલો અસ્પષ્ટ છે, પણ છતાં એનાં કેટલાંક લક્ષણો સહે લાઈથી પકડી શકાય એવાં છે. પણ હં ુ જ ે માનું છુ ં કે, માણસજાતનો સાંસ્કારિક વિકાસ એ એના પ્રકૃ તિગત વિકાસક્રમનો 80

[ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


જ એક અનિવાર્ય ભાગ છે, એ સર્વસામાન્ય રીતે જાણીતી થઈ ગયેલ હકીકત નથી. આ સાંસ્કારિક વિકાસની સાથે સાથે ડગ મેળવનારા માણસનાં માનસિક પરિવર્તનો બહુ ચોટદાર હોય છે. ને એને નકારી શકાય યા આંખ તળે કાઢી નાખી શકાય એવાં નથી. અલબત્ત એનું અસ્તિત્વ પ્રાકૃ તિક પરિણામોના ક્રમિક અસ્વીકારવામાં, તેમજ માણસ પોતાની ઊર્મિગત વૃત્તિઓના આવેગ પર ધીરે ધીરે એ જ ે અંકુશ મૂકતો જાય છે, તેમાં જોવા મળે છે. આજ ે હવે, યુદ્ધ આપણા સાંસ્કૃતિક વિકાસની રૂએ ઘડાયેલ માનસ તથા સ્વભાવથી તદ્દન વિરુદ્ધ જનાર વસ્તુ બની ગઈ છે. આથી જ તો આપણે એને ધિક્કાર્યા વિના રહી શકતા નથી. એટલું જ નહીં, આપણે માટે એનો ખ્યાલ સુધ્ધાં અસહ્ય બની ગયેલ છે. આપણા જ ેવા શાંતિવાદીઓ માટે આ કેવળ બૌદ્ધિક યા એની અસરથી પેદા થનારો ધક્કો નથી, પરં તુ આપણા ઘડતરના મૂળમાં રહે લી અસહિષ્ણુતા ને આપણી ઉગ્રતમ ધૂન બની ગયેલ છે. એમ લાગે છે કે, યુદ્ધની ક્રૂ રતા ને બીભત્સતા આ ઘૃણા જન્માવવામાં જ ેટલો ભાગ ભજવે છે, તેટલો જ કદાચ આપણી સંસ્કારદૃષ્ટિની ભદ્દી વિકૃ તિએ ભજવેલ છે. હવે સવાલ એ રહ્યો કે, આપણા સિવાયના બાકી રહી ગયેલા માણસો પણ આવા શાંતિવાદી બની જાય, તે માટે આપણે ક્યાં સુધી રાહ જોવી પડશે? એનો જવાબ મળવો અશક્ય છે, ને છતાં આપણે આશા રાખીએ કે, આ બે તત્ત્વો — એક તો, માણસની સંસ્કૃત થયેલી વૃત્તિઓનું વલણ ને બીજુ ં નજીકના ભવિષ્યમાં પેદા થનાર યુદ્ધનો સકારણ સુદૃઢ પાયા પર રચાયેલો ભય — એમ બંને ભેગાં મળીને યુદ્ધનો સદંતર અંત આણવામાં સફળ થાય, ને આપણી આ આશા તદ્દન બિનપાયાદાર નહીં ગણાય. કયા રસ્તે કે આડરસ્તે થઈને આ વસ્તુ સધાશે, એની તો આજ ે કલ્પના કરી શકાય એમ નથી. પરં તુ એમ બને તે દરમિયાન આપણે એટલી વાતની ખાતરી જરૂર રાખીશું કે, આપણા સાંસ્કારિક વિકાસની દિશામાં જ ે કંઈ પગલાં મંડાય છે, તે યુદ્ધના વિરોધને પક્ષે જ મંડાઈ રહ્યાં છે. [નવેમ્બર, 1959ના ‘વિશ્વમાનવ’ અંકમાં પ્રકાશિત, મૂળે અંગ્રેજી સામયિક ‘ક્વેસ્ટ’માંથી અનુવાદીત] 

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા મે ૨૦૨૨ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન દસ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી વિનોદભાઈ ર. ભાવસાર

ઑફસેટ વિભાગ

• ૧૫-૦૫-૬૧

શ્રી મયૂરભાઈ જ. શાહ

ફોટોકંપોઝ વિભાગ

• ૨૩-૦૫-૬૧

શ્રી હિં મતલાલ ન. ભાવસાર

બાઇન્ડિંગ વિભાગ

• ૧૧-૦૫-૬૨

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

81


યુદ્ધ અને શાંતિ જ ે. કૃ ષ્ણમૂર્તિ

એ વાત સ્પષ્ટ છે કે યુદ્ધના મૂળમાં સત્તા, પદ, રહે તાં આવડવું જોઈએ. એટલે ઘર્ષણ પેદા ન

થાય એ રીતે રહે તા થવું જોઈએ. શાંતિ કાંઈ પરિકલ્પના નથી. મને તો લાગે છે કે આદર્શ એ તો પલાયન છે, એમાં વસ્તુસ્થિતિથી ભાગી છૂ ટવાની વાત છે. આદર્શવાદ વાસ્તવ પરિસ્થિતિના સાક્ષાત્ પરામર્શથી આપણને દૂર રાખે છે. એથી જ તો આપણે વાસ્તવના સત્ય-સ્વરૂપને ઓળખવું — સમજવું જરૂરી છે, વાસ્તવતાનું રૂપાંતર કરવું જરૂરી છે. જગતમાં શાંતિ સ્થાપિત કરવા માટે, યુદ્ધોને રોકવા માટે વ્યક્તિના અંતરમાં ક્રાંતિ થવી જરૂરી છે. આ આંતરિક ક્રાંતિ વિના આર્થિક ક્રાંતિ નિરર્થક છે. કેમ કે લોભ, ઈર્ષ્યા, દુર્ભાવના અને સ્વામિત્વની ભાવનાએ — આ ભાવનાઓએ પેદા કરે લ આર્થિક વિસંગતિએ — ભૂખને જન્મ આપ્યો છે. આપણે શાંતિની ચર્ચા કરીશું, કાનૂનની યોજનાઓ બનાવીશું, નવા સંઘો ઊભા કરીશું, પરં તુ એથી શાંતિ પ્રાપ્ત થનાર નથી. કેમ કે આપણે આપણાં પદ, અધિકાર, ધન-સંપત્તિનો ત્યાગ કરવા તથા આપણી મૂર્ખતાપૂર્ણ જીવનપદ્ધતિનો ત્યાગ કરવા તૈયાર નથી. બીજાઓ ઉપર આધાર રાખવાથી શાંતિ કદી પ્રાપ્ત થતી નથી. કોઈ નેતા, કોઈ સરકાર, કોઈ સેના, કોઈ રાષ્ટ્ર આપણને શાંતિનું દાન કરી શકનાર નથી. શાંતિ માટે આપણું આંતરિક રૂપાંતર અને તેમાંથી પ્રગટેલ બાહ્ય પ્રવૃત્તિ અનિવાર્ય છે. આંતરિક પ્રવૃત્તિનો અર્થ કર્મથી વિલગ બનવાનો અથવા બાહ્યકર્મથી ભાગી છૂ ટવાનો નથી. પરં તુ સત્યકર્મ ત્યારે જ સંભવિત બને છે જ્યારે આપણું ચિંતન શુદ્ધ બને છે. જ્યાં સુધી આત્મા જાગ્રત ન થાય ત્યાં સુધી શુદ્ધ ચિંતન શક્ય નથી. [વિશ્વમાનવ, મે-જૂ ન, 1963ના અંકમાંથી]

પ્રતિષ્ઠા અને સંપત્તિની કામના રહે લી છે. રાષ્ટ્રવાદનો રોગ, રાષ્ટ્રધ્વજની પૂજા, સંગઠિત ધર્મ — સંપ્રદાયની વ્યાધિ તથા રૂઢિપૂજા — આ બધાં યુદ્ધનાં કારણ છે. જો વ્યક્તિશઃ તમે ઉપરના હે તુઓ માટે આકાંક્ષા અને આગ્રહ સેવતા હો તો તમારે રાજનીતિજ્ઞો — નેતાઓ ઉપર નિર્ભર રહે વું જરૂરી ઠરશે. પરં તુ તમે એ બધાથી દૂર રહી પોતાની જવાબદારીનું ભાન સેવતા થશો તો આ બધાં ભયાનક પરિણામો — યુદ્ધ અને તેનાં ભયંકર દુઃખોનો અંત શીઘ્ર આણી શકશો. પરં તુ આપણે ઉદાસીન છીએ. આપણામાંના અનેકોને ત્રણ વાર ભોજન મળે છે, આપણી પાસે કામધંધો છે, બૅંકમાં ઓછીવત્તી સંપત્તિ પડેલી છે, અને આ બધામાં જ ેટલું સ્તર ઊંચું એટલી વધુ સુરક્ષા, સ્થાયિતા અને શાંતતા વાંછીએ છીએ, એટલા વધુ એકલા એકલા સામાજિક પીડામાંથી છૂ ટી જવા માગીએ છીએ. અને પરિસ્થિતિ છે — તેવી ટકી રહે એમ ઇચ્છીએ છીએ. પરં તુ પરિસ્થિતિ એવી ને એવી ટકી રહે એ સંભવિત નથી. બધું જ છિન્નભિન્ન થઈ રહ્યું છે. આપણે હકીકતથી દૂર ભાગવા મથીએ છીએ કે, અંતે તો, આપણે જ યુદ્ધ માટે જવાબદાર છીએ. તમે ને હં ુ ભલે ને શાંતિની વાતો કરીએ, મંત્રણા અને ચર્ચા કરીએ, પરં તુ અંતરમાં તો સત્તાની આકાંક્ષા હોય જ છે. આપણે પદ-પ્રતિષ્ઠાના લોભના દોર્યા ક્રિયાશીલ બનતા હોઈએ છીએ. તો પછી આપણા જ ેવાને શાંતિ શી રીતે પ્રાપ્ત થાય? આપણે જો શાંતિ ઇચ્છતા હોઈએ તો શાંતિથી

82

[ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


યુદ્ધ યુવાલ નોઆ હરારી યુદ્ધમાં વિજય થવાની લુપ્ત કલા : એકવીસમી સદીમાં મહાશક્તિઓ માટે સફળ યુદ્ધ કરવું પડકારસમું બન્યું છે. તેનું એક કારણ અર્થવ્યવસ્થામાં આવેલું પરિવર્તન છે. ભૂતકાળમાં યુદ્ધમાં વિજય મેળવીને પોતાને સમૃદ્ધ બનાવવું સરળ હતું. જો તમે તમારા દુશ્મનને યુદ્ધભૂમિમાં પરાજિત કરો છો, તો તમે શહે રો લૂંટીને, તેમના નાગરિકોને ગુલામ બનાવીને, ઉપજાઉ ખેતરો અને સોનાની ખાણોનો કબજો લઈ શકાતો. રોમનોએ બંધક બનાવેલાં ગ્રીક અને ગાલોને વેચીને પોતાના કોઠારો ભર્યા હતા. અને ઓગણીસમી સદીમાં અમેરિકી કૅ લિફૉર્નિયામાં સોનાની ખાણો અને ટેક્સાસમાં પશુ-ફાર્મને તાબે લઈને ફૂલ્યાફાલ્યા હતા. હવે યુદ્ધથી નગણ્ય લાભ મળી શકે છે. આજની મુખ્ય આર્થિક સંપત્તિ ઉપજાઉ ખેતરો, સોનાની ખાણો કે ક્રૂ ડ ઑઇલના કૂ વા જ નથી, બલકે તકનીકી અને જ્ઞાન પણ છે. યુદ્ધથી જ્ઞાન જીતી શકાતું નથી. દાખલા તરીકે ઇસ્લામિક સ્ટેટ જ ેવું સંગઠન શહે રો અને મધ્ય પૂર્વીય દેશોમાં ક્રૂ ડ ઑઇલના કૂ વાને લૂંટીને સમૃદ્ધ થયા. તેમણે ઇરાકની બૅંકોમાંથી 50 કરોડ ડૉલર લૂંટ્યા હતા. પરં તુ ચીન કે અમેરિકા જ ેવી મહાશક્તિ માટે આ નાની રકમ છે. એવી કોઈ શક્યતા નથી કે 20 ટ્રિલિયનથી વધુ વાર્ષિક જીડીપી ધરાવતું ચીન થોડા અરબો રૂપિયા અર્થે યુદ્ધની શરૂઆત કરે . સમજો કે અમેરિકા સામેના યુદ્ધ પર

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

ખરબો ડૉલર ચીન ખર્ચ કરે છે તો તેનાથી થતો લાભ ચીન કેવી રીતે મેળવશે? યુદ્ધથી થતી વ્યાપારિક તકોને તે કેવી રીતે ભરપાઈ કરશે? શું વિજ ેતા ‘પીપલ્સ લિબરે શન આર્મી’ સિલિકોન વેલીની સંપદા લૂંટશે? એ સાચું છે કે એપલ, ફે સબુક અને ગૂગલ જ ેવી પ્રતિષ્ઠિત કંપનીઓ અરબો ડૉલરનું મૂલ્ય ધરાવે છે, પરં તુ આ સંપત્તિઓનો બળપ્રયોગ કરીને કબજો લઈ શકાતો નથી. સિલિકોન વેલીમાં સિલિકોનની કોઈ ખાણ નથી. એક સફળ યુદ્ધમાં વિજ ેતા વેપારવ્યવસ્થાને પોતાના પક્ષમાં કરી શકે છે. જ ે રીતે બ્રિટને નેપોલિયન પર જીત મેળવી હતી અને અમેરિકાએ હિટલર પર. પરં તુ સૈન્ય ટૅક્‌નૉલૉજીના પરિવર્તને એકવીસમી સદીમાં આ કરતબોનું પુનરાવર્તન મુશ્કેલ બનાવી દીધું છે. ઍટમબૉમ્બે વિશ્વયુદ્ધમાં જીતને સામૂહિક આત્મહત્યામાં બદલી કાઢી છે. એ સંયોગ નથી કે હિરોશિમા પછી મહાશક્તિઓએ આમનેસામને યુદ્ધ નથી કર્યું. અને તેઓ ટકરાવમાં પણ ત્યારે જ આવ્યા જ્યાં દાવ પર ઘણું ઓછુ ં લગાવવાનું આવ્યું. ખરે ખર તો, ઉત્તર કોરિયા જ ેવાં બીજા દરજ્જાની પરમાણુશક્તિ પર પણ હુમલો કરવા તરફ કોઈનું આકર્ષણ ન રહ્યું. જોકે એ વિચાર ભયભીત કરનારો છે કે જો કિમ પરિવારને સૈન્યપરાજયનો સામનો કરવો પડે તો તેઓ શું કરે . સાઇબર યુદ્ધે સામ્રાજ્યવાદ માટે વધુ ખરાબ 83


સ્થિતિ લાવી દીધી છે. રાણી વિક્ટૉરિયા અને મેક્સિમ બંદૂકના યાદગાર દિવસોમાં બ્રિટનની સૈન્ય-મૅનેજમેન્ટ બર્મિંઘમની શાંતિને ભયમાં મૂક્યા વિના દૂરસુદૂરના કોઈ રે ગિસ્તાનમાં કબીલાઓનો નરસંહાર કરતી. જ્યૉર્જ ડબ્‍લ્યુ. બુશના યુગમાંય અમેરિકા બગદાદ અને ફલ્લુજાહમાં તબાહી મચાવી શકતું હતું. ઇરાકીઓની પાસે સાનફ્રાન્સિસ્કો કે શિકાગો સામે બદલો લેવાનો કોઈ વિકલ્પ નહોતો. જોકે આજ ે અમેરિકા કોઈ દેશ પર હુમલો કરે , જ ેમની પાસે સાઇબર યુદ્ધની મર્યાદિત ક્ષમતા છે, તો તેઓ થોડીક જ ક્ષણોમાં કૅ લિફૉર્નિયા કે ઇલિનોયમાં યુદ્ધ શરૂ કરી શકે છે. માલવેયર અને લૉજિક બૉમ્બ ડલાસના હવાઈ ટ્રાફિકને ઠપ્પ કરી શકે છે, ફિલાડેલ્ફિયામાં ટ્રેનોની ટક્કર કરાવી શકે છે અને મિશિગનની ઇલેક્ટ્રિક ગ્રિડને ધ્વસ્ત કરી શકે છે. મહાન વિજ ેતાઓના યુગમાં યુદ્ધકૌશલ્યથી ઓછુ ં નુકસાન અને વધુ લાભનો મુદ્દો હતો. 1066માં હે સ્ટિંગ્સની લડાઈમાં વિલિયમ દ કાંકરરે થોડાં લોકોનાં મૃત્યુની કિંમત ચૂકવીને એક દિવસમાં પૂરું ઇંગ્લૅન્ડ મેળવી લીધું હતું. તેનાથી વિપરીત, પરમાણુ-હથિયાર અને સાઇબર-યુદ્ધ વધુ નુકસાન પહોંચાડનારી અને ઓછો લાભ આપનારી ટેક્‌નિક છે. તમે આ શસ્ત્રોનો ઉપયોગ પૂરા દેશને નષ્ટ કરવા માટે તો કરી શકો છો, પરં તુ તેની મદદથી ઉપયોગી થાય તેવું સામ્રાજ્ય નથી ખડુ ં કરી શકતા. અગાઉ ચંગીસખાન કે જૂ લિયસ સીઝર ક્ષણવારમાં કોઈ બહારના દેશને જીતી લેતા હતા, ત્યાં આજના અર્દોસાન, મોદી અને નેતનયાહૂ જ ેવા નેતા ભલે મોટી મોટી વાતો કરતા હોય, પરં તુ લડાઈ કરવાના મુદ્દે તેઓ 84

સાવધાની રાખે છે. એટલું ખરું કે એકવીસમી સદીમાં સફળ લડાઈની ફૉર્મ્યુલા કોઈના હાથમાં આવી જાય તો નરકના દરવાજા ઝડપથી ખૂલી જાય. જ ે રીતે ક્રિમિયામાં હુમલો કરીને રશિયાને સફળતા મળી હતી. આશા છે કે તે એક અપવાદ બની રહે શે. મૂર્ખતાની શોભાયાત્રા : એકવીસમી સદીમાં યુદ્ધ ભલે નુકસાનીનો સોદો છે, પરં તુ તેનાથી આપણને શાંતિની ગૅરન્ટી મળનારી નથી. આપણે મનુષ્યની મૂર્ખતાને જરાસરખી પણ ઓછી આંકવી ન જોઈએ. મનુષ્યોમાં વ્યક્તિગત અને સામૂહિક, બંને સ્તરે આત્મઘાતી ગતિવિધિમાં સરી પડવાની વૃત્તિ છે. 1939માં જર્મની, ઇટાલી અને જાપાન માટે યુદ્ધ અનાવશ્યક હતું. તેમ છતાં તેઓ યુદ્ધમાં સામેલ થયા. બીજા વિશ્વયુદ્ધમાં ચોંકાવનારી વાત એ હતી કે યુદ્ધ પછી પરાજિત દેશોએ મેળવેલી સમૃદ્ધિ અગાઉ તેમણે ક્યારે ય મેળવી નહોતી. તેમના સામ્રાજ્યનો ધ્વસ્ત થયા બાદ માત્ર વીસ વર્ષમાં જર્મન, ઇટાલી અને જાપાનની સમૃદ્ધિ અદ્વિતીય સ્તરે પહોંચી. તો પછી તે યુદ્ધમાં ફરી કેમ સામેલ ન થયા? તેમણે લાખો લોકોને અનાવશ્યક મૃત્યુ તરફ કેમ ધકેલ્યા? આ મૂર્ખતા હતી. 1930ના દાયકામાં જાપાનના જનરલ, ઍડમિરલ, અર્થશાસ્ત્રી અને પત્રકારો એ વાતે એકમત હતા કે જો કોરિયા, મંચુરિયા અને ચીનના કિનારાઓને નિયંત્રિત ન કરવામાં આવ્યા તો જાપાન આર્થિક રીતે કોઈ પ્રગતિ સાધી નહીં શકે. તે તમામ પદાધિકારીઓ ખોટી રીતે વિચારી રહ્યા હતા. ખરે ખર, તો જાપાનની [ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


યુદ્ધના માર્ગે લઈ જનારી આ ભવિષ્યવાણી હશે. જ ેમ કે, કોઈ દેશ એમ માની લે કે યુદ્ધ ટાળી ન શકાય, તો તે પોતાના સૈન્યને મજબૂત બનાવશે. ઝડપથી હથિયારો બનાવવાની હોડમાં લાગશે. કોઈ પણ ટકરાવ સંદર્ભે તે સમજૂ તીનો ઇનકાર કરશે. અને સદ્‌ભાવપૂર્ણ પ્રક્રિયાને શંકાથી જોઈને પ્રતિસ્પર્ધીને જાળમાં ફસાવવાની યુક્તિઓને શોધશે. તેનાથી યુદ્ધશક્યતા વધી જાય છે. બીજી તરફ, એમ માનવું બેવકૂ ફીભર્યું છે કે યુદ્ધ અશક્ય છે. જો યુદ્ધ દરે ક માટે વિનાશકારી હોય, તોપણ ઈશ્વર કે કોઈ કુ દરતનો નિયમ મનુષ્યની મૂર્ખતાથી આપણને બચાવી નહીં શકે. માણસની મૂર્ખતાનો સંભવિત ઇલાજ વિનમ્રતાનો આહાર છે. રાષ્ટ્રીય, ધાર્મિક અને સાંસ્કૃતિક તણાવ અંહકારરૂપી અનુભૂતિથી ખરાબ સ્વરૂપ લે છે. અને તે એમ માને છે કે મારું રાષ્ટ્ર, મારો ધર્મ, મારી સંસ્કૃતિ સૌથી શ્રેષ્ઠ છે. એ માટે મારાં હિતો બીજાં કોઈનાં પણ અથવા માનવજાતિનાં હિત કરતાં સર્વોપરી હોવાં જોઈએ. રાષ્ટ્રો, ધર્મો અને સંસ્કૃતિને આપણે થોડી વધુ વ્યવહારિક અને દુનિયાને તેની વાસ્તવિક જગ્યાના સંદર્ભે વધુ વિનમ્ર કેવી રીતે બનાવી શકાય તે તરફ ડગ માંડવાં. [२१वीं सदी के लिए २१ सबकમાંથી

જાણીતી આર્થિક પ્રગતિની શરૂઆત થઈ ત્યારે જાપાને પોતાના ઘણાખરા ભૂભાગને ગુમાવી દીધો હતો. મનુષ્યની મૂર્ખતા ઇતિહાસની સૌથી મહત્ત્વની બાબત છે, પરં તુ આપણે તેને નકારવા હં મેશા તૈયાર હોઈએ છીએ. રાજનેતા, જનરલ અને આગેવાનો દુનિયાને શતરં જની મહાન રમતની જ ેમ જુ એ છે, જ્યાં દરે ક ડગ સાવધાનીપૂર્વક ભરવાનું હોય છે. એક હદ સુધી તે યોગ્ય છે. પરં તુ ઇતિહાસમાં કેટલાક નેતા એવા થઈ ગયા જ ેને પાગલ કહી શકાય. તેઓ પ્યાદા અને ઘોડાની ચાલ ક્યાંય પણ ચાલી નાખે છે. જનરલ તાજો, સદ્દામ હુસૈન અને કિમ જોંગ-ઇલે જ ે રીતે ડગ માંડ્યાં. તેમ કરવાનાં તેમનાં પોતાનાં તર્કસંગત કારણો હતાં. જોકે સમસ્યા એ છે કે દુનિયા શતરં જની રમતથી વધુ જટિલ છે. અને મનુષ્યની તર્કબુદ્ધિ તેને સમજવા અર્થે સક્ષમ નથી. એટલે ઘણી વાર વિવેકભાન ધરાવતો નેતા પણ મૂર્ખતા કરી બેસે છે. તો શું આપણે કોઈ યુદ્ધથી ડરવું જોઈએ? સૌથી યોગ્ય બે છેડાનાં અંતિમોથી બચવું. એક તરફ યુદ્ધ નિશ્ચિત રીતે ટાળી શકાય. શીતયુદ્ધ શાંતિપૂર્ણની સમાપ્તિ એ સાબિતી છે કે સાચા નિર્ણયો લેવાય ત્યારે મહાશક્તિઓનો ટકરાવ પણ ઉકેલી શકાય છે. તે સિવાય, એ માનવું જોખમી છે કે એક નવું યુદ્ધ ટાળી ન શકાય.

અનુવાદિત] 

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

85


દેશમાં ગાંધીજીનો પ્રથમ જેલવાસ અને જેલજીવન

ગાંધીજીની આરં ભની કારકિર્દી બારિસ્ટરની રહી, પરં તુ દક્ષિણ આફ્રિકામાં બારિસ્ટરી મૂકી, સેવા અર્થે જાહે રજીવનમાં આવ્યા પછી તેઓને ન્યાયાલયમાં આરોપી તરીકે વધુ ઊભા રહે વાનું આવ્યું. આરોપો શાસન સામે અવાજ ઉઠાવવાના રહ્યા. દક્ષિણ આફ્રિકાથી માંડીને હિં દુસ્તાનની આઝાદીની લડત દરમિયાન અન્યાય જણાયો ત્યાં ગાંધીજીએ સત્તાધીશો સામે અહિં સક પ્રતિકાર કર્યો. ૧૯૧૫માં હિં દુસ્તાનમાં આવ્યા બાદ આ પ્રતિકાર પર પ્રથમ વાર તહોમતનામું ઘડાયું તે ૧૯૨૨ના વર્ષમાં. यंग इन्डियाમાં ત્રણ રાજદ્રોહી લેખો લખવાનો આરોપ તેમના પર ઘડાયો હતો અને ૧૦મી માર્ચના રોજ તેમની ધરપકડ થઈ. ૧૮મી માર્ચના રોજ અમદાવાદના સરકિટ હાઉસ ખાતેની અદાલતમાં તેમના પર મુકદ્દમો ચાલ્યો. સેશન્સ જજ મિ. બ્રૂમફિલ્ડે આ કેસ સાંભળ્યો. સજાને સ્વીકારતાં ગાંધીજીએ લેખી એકરાર વાંચી સંભળાવ્યો. તેમાં અંગ્રેજ શાસનનો પૂરો ચિતાર આપ્યો અને હિં દુસ્તાનીઓને થઈ રહે લા અન્યાયનું બયાન કર્યું. સાથે એ પણ ખુલાસો આપ્યો કે, “ચુસ્ત રાજનિષ્ઠ અને સહકારી શહે રી મટીને આજ ે હં ુ એક કટ્ટો રાજદ્રોહી અને અસહકારી શા સારુ બન્યો?” ન્યાયાધીશ મિ. બ્રૂમફિલ્ડ ગાંધીજી સાથે ખૂબ સન્માનથી વર્ત્યા અને ગાંધીજીને છ વર્ષની સજા ફરમાવી. હિં દુસ્તાનમાં ગાંધીજીનો આ પ્રથમ જ ેલવાસ. આ કેસના રસપ્રદ ઘટનાક્રમથી આ કેસ ‘ધ ગ્રેટ ટ્રાયલ’ નામે વિશ્વભરમાં ઓળખાયો. ‘ધ ગ્રેટ ટ્રાયલ’ને સો વર્ષ પૂરાં થઈ રહ્યાં છે તે સંદર્ભે ગાંધીજીના પ્રથમ જ ેલવાસની પ્રવૃત્તિની ઝલક આ લેખમાં મળે છે.

૧૯૨૨ના માર્ચ

માસની શરૂઆતમાં ગાંધીજીએ પોતાની ધરપકડ થશે એવી અટકળ બાંધી હતી, એટલું જ નહીં પણ એમણે એ ધરપકડને રાહતની લાગણી સાથે લગભગ આવકારી હતી. ... પકડાયા પછી સી. એફ. ઍન્ડ્રૂ ઝ ઉપરના પત્રમાં એમણે લખ્યું હતું : “આખરે મને શાંતિ મળી ગઈ છે. એ મળવાની જ હતી.” વળી મથુરાદાસ ત્રિકમજીને એમણે લખ્યું હતું : “મારી શાંતિનો પાર નથી.” ...જ ેલમાં ગાંધીજીએ આ શાસનતંત્ર સામેની પોતાની લડત એક જુ દી ભૂમિકા પર 86

ચાલુ રાખી. જ ેલજીવનના સામાન્ય નિયમોને તો તેઓ રાજીખુશીથી તાબે થયા, પરં તુ સત્તાવાળાઓનાં જ ે કાર્યો એક કેદી તરીકેના એમના અધિકારોનો ભંગ કરતાં લાગ્યાં અથવા જ ેમાં માનવતાના સિદ્ધાંતોનો અનાદર થતો જણાયો તે દરે ક સામે એમણે વાંધો ઉઠાવ્યો. યરવડા જ ેલમાંથી હકીમ અજમલખાનને ઉદ્દેશીને એમણે લખેલો પહે લો જ પત્ર સરકારે અટકાવ્યો. એટલે એના વિરોધમાં ગાંધીજીએ અધિકારીઓને જણાવ્યું કે એક કેદી તરીકે અમુક દિવસોને અંતરે પત્રો લખવાનો મને જ ે અધિકાર છે તેનો ઉપયોગ નહીં કરવાનો મેં [ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


નિર્ણય કર્યો છે. પોતાની પસંદગીનાં માસિકો અને સામયિકો મગાવવાની પણ ના પાડવામાં આવી એટલે ગાંધીજીએ જ ેલ સુપરિન્ટેન્ડેન્ટને લખ્યું કે આવી મનાઈઓને હં ુ “ન્યાયાધીશે મને જ ે સજા કરી તેના ઉપરાંત થતી સજા માનું છુ .ં ” અને વધારામાં એમણે કહ્યું: “પણ યોગ્ય હોય યા અયોગ્ય, મારી એવી માન્યતા છે કે કેદી તરીકે પણ મને કેટલાક અધિકારો છે. ... હં ુ કશી મહે રબાની નથી માગતો, અને ઇન્સ્પેક્ટર જનરલને એમ લાગતું હોય કે કોઈ પણ વસ્તુ અથવા સગવડ મહે રબાનીની રાહે મને આપવામાં આવી છે તો તે પાછી ખેંચી લેવામાં આવે એમ હં ુ માનું છુ .ં ”. એમને જ ેલમાં મળવા આવનારાઓની બાબતમાં સત્તાવાળાઓએ જ ે વ્યવહાર કર્યો એનાથી ગાંધીજીને વળી વધારે દુ:ખ થયું. મુલાકાતો માટે જ ે અરજીઓ આવતી તેના ઉપર પૂરતું ધ્યાન અપાતું નહીં. આ વાત એટલી હદે પહોંચી કે ગાંધીજીને વિરોધ કરવાની ફરજ પડી : “... હં ુ કોની મુલાકાત લઈ શકું ને કોની ન લઈ શકું એ વાત મારે જાણવી જોઈએ, કે જ ેથી નિરાશા કે અપમાન થવાનો પ્રસંગ પણ ટાળી શકાય.” અને “સ્વમાનને વિશે હં ુ જ ે વિચારો ધરાવું છુ ં તે જો સરકારથી બની શકે તો સમજી લે અને તેની કદર કરે એમ હં ુ ઇચ્છું છુ .ં ” એ પત્ર પૂરો કરતાં એમણે લખ્યું : “એટલે સરકાર આ પત્રનો સત્વર, સીધો અને ગેરમુત્સદ્દી જવાબ આપે એવો મારો આગ્રહ છે.” બીજા મુદ્દાઓ ઉપર પણ જ ેલના સત્તાવાળાઓ સાથે પત્રવ્યવહાર કરવાના અને જ ેલના વહીવટમાં વધારે સમજદારી દાખવવા અપીલ કરવાનો ગાંધીજીને મોકો મળ્યો હતો.

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

એક કેદી તરીકે ખાસ વર્ગની જ ે સુવિધાઓ પોતે ભોગવતા હતા તે સખત મજૂ રીની સજા પામેલા બીજા રાજદ્વારી કેદીઓને પણ મળે એવી એમની ઇચ્છા હતી. એટલે એમણે કહ્યું કે જ ે રીતે મને મારી પસંદગીનો ખોરાક મળે છે તે જ રીતે અબદુલ ગની નામના કેદીને એની મરજી મુજબનો ખોરાક લેવા દેવો જોઈએ. પરં તુ જ ેલના વહીવટમાં એમણે માનવતાને નામે જ ે સૌથી આગ્રહભરી દરમિયાનગીરી કરી તે તો મૂળશી પેટાના કેદીઓ માટેની હતી. એમની માગણી એવી હતી કે આ કેદીઓને મળીને તેમને સમજાવવું કે તેમણે જ ેલના નિયમો પાળવા, અને એ નિયમોના ભંગ બદલ ફટકાની સજા ફરમાવવાની સત્તાવાળાઓને ફરજ ન પાડવી. પોતાના એક પત્રમાં ગાંધીજીએ એવો પણ ઇશારો કર્યો હતો કે ફટકાની સજા ફરીથી થતી અટકાવવા માટે જો પોતાની લાગવગ નહીં વાપરવા દેવામાં આવે તો પોતાને ઉપવાસ કરવાની ફરજ પડશે. ગવર્નરને આ ધમકી રુચી નહીં. તેમ છતાં એમણે ગાંધીજીની વાત માની, અને ગમે તે કહીએ પણ આ બાબતમાં પરિણામ સારું જ આવ્યું. સત્તાવાળાઓ સાથે ચાલેલો આ પત્રવ્યવહાર જોકે વિપુલ હતો, છતાં એ જ કંઈ ગાંધીજીનો મુખ્ય રસનો વિષય નહોતો. જ ેલમાં જ ે ફરજિયાત આરામ મળ્યો તેને તેમણે મુખ્યત્વે વાંચવા માટેની અને પોતાની બૌદ્ધિક ભૂખ સંતોષવાની એક તક માની. ૧૯૨૨ અને ૧૯૨૩નાં વર્ષો દરમિયાન જ ેલમાં એમણે જ ે ડાયરી લખી છે તેમાં એમના વાચનની વિગતો પણ છે. એમાં દેખાતું વૈવિધ્ય, ઝડપ અને ઊંડાણ જોઈને યુનિવર્સિટીના ભલભલા મહે નતુ વિદ્યાર્થીને પણ અદેખાઈ થાય એમ છે. એમણે 87


પાડતી એની ગંભીર માંદગીના વર્ણન વિના અધૂરું રહે તેમ છે. આ વખતનું એમનું સમગ્ર વલણ અને વર્તન, એમની “ઉદારતા, ક્ષમા, પરોપકારની વૃત્તિ અને સામાન્ય મનુષ્યને અગમ્ય એવો પ્રેમનો ધોધ” એ બધું શ્રીનિવાસ શાસ્ત્રીએ એક નિવેદનમાં સારી રીતે વર્ણવ્યું છે. એ નિવેદન આ મહાન નેતાનું “નિર્મળ અંત:કરણ અને સ્વમાનને વિશે આવી તીવ્ર લાગણી” સ્પષ્ટ કરે છે. ગાંધીજી ૧૯૨૪ના ફે બ્રુઆરીની પમીએ જ ેલમાંથી છૂટ્યા. “ડ્રૂ પિયર્સનના પ્રશ્નોના ઉત્તર”માં સમજાવ્યા પ્રમાણે, એકાંતમાં રહીને ચિંતન કર્યા પછી ધર્મ, રાજકારણ અને આધુનિક સંસ્કૃતિ વિશેના એમના અગાઉના વિચારો દૃઢ થયા હતા. જ ેલમાંથી છૂટયા પછી તરત જ ગાંધીજીને અન્ય પ્રાદેશિક ઘટનાઓ ઉપર પણ ધ્યાન આપવું પડ્યું. આ ઘટનાઓ મુખ્યત્વે ત્રણ હતી : (૧) ત્રાવણકોરનો વાઇકોમ સત્યાગ્રહ, જ ેમાં એક હિં દુ મંદિર તરફ જવાના માર્ગો વાપરવાનો અસ્પૃશ્ય કોમોને અધિકાર મળે તેની માગણી હતી; (૨) પંજાબમાં ગુરુદ્વારાઓની સુધારણા માટે શીખોએ કરે લું આંદોલન; અને (૩) નાભા નરે શ સામે સરકારે લીધેલાં પગલાંનો વિરોધ. પરં તુ સત્યાગ્રહના મૂળભૂત સિદ્ધાંતોને આધારે આ ઘટનાઓ વિશે પોતાના વિચારો વ્યવસ્થિત કરી વ્યક્ત કરવાનું ગાંધીજીને સરળ લાગ્યું.

વાંચેલાં પુસ્તકોની યાદીમાં તત્ત્વજ્ઞાન અને ધર્મનાં પુસ્તકો ઉપરાંત નીચેનાં જ ેવાં અપેક્ષા બહારનાં પુસ્તકોનો પણ સમાવેશ થાય છે : ગિબનકૃ ત हिस्टरी ऑफ ध डिक्लाइन एन्ड फॉल ऑफ ध रोमन एम्पायर, કિપલિંગકૃ ત ध फाइव नेशन्स, बॅरेक-रुम बॅलाड्झ અને ध सेकन्ड जंगल बुक, જુ લે વર્નકૃ ત ड्रोप्स फ्रॉम ध क्लाउड्झ, મૅકૉલેકૃત लेझ ऑफ एन्शियन्ट रोम અને શૉકૃ ત मॅन एन्ड सुपरमॅन. જ ેલમાં ગાંધીજીને दक्षिण आफ्रिकाना सत्याग्रहनो इतिहास યાદ કરવાની અને લખી નાખવાની તક મળી. તેઓ જ ેલમાંથી બહાર આવ્યા ત્યાં સુધીમાં તેમણે ત્રીસેક પ્રકરણો લખી કાઢ્યાં હતાં, જ ે પાછળથી नवजीवन અને यंग इन्डियाમાં લેખમાળા રૂપે પ્રસિદ્ધ થવાનાં હતાં. જ ેલમાં એમણે ઘણું વાંચ્યું અને ઘણું લખ્યું, છતાં એ ઉપરથી કોઈએ એમ ન માનવું કે તેઓ ત્યાં કેવળ એકાંતવાસ ગાળતા હતા. એમને તમામ માનવપ્રાણીઓ અને તેમના કામકાજમાં સાહજિક રસ હતો, એટલે એમણે પોતાનાં આંખકાન ઉઘાડાં રાખી જ ેલજીવનનું એવી બારીકાઈથી નિરીક્ષણ કર્યું કે એને પરિણામે તેઓ ત્યાંથી છૂટ્યા પછી જ ેલના અધિકારીઓ, પોતાના ઉપર દેખરે ખ રાખનારા વૉર્ડરો અને જ ેલના સામાન્ય વાતાવરણના અનુભવોનાં તાદૃશ વર્ણનો એઓ લખી શકયા. જ ે વ્યક્તિ હમેશાં બીજાઓની ચિંતા કર્યા કરતી હતી એનું ચિત્ર, શસ્ત્રક્રિયાની ફરજ

[ગાં. અ. ૨૩ : પ્રસ્તાવનામાંથી સંપાદિત] 

88

[ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


પ્રથમ દર્શને ગાંધી : પૂર્વભૂમિકા

‘મેં ગાંધીને પહે લવહે લા ૧૯૭૬માં જોયા.’ સાલ વાંચીને ચોંકીએ

ત્યાં જ વાક્યનો ઉત્તરાર્ધ આવે, ને પૂરું વાક્ય આમ બને, કે ‘મેં ગાંધીને પહે લવહે લા ૧૯૭૬માં જોયા, મૅડમ તુસાદ મ્યુઝિયમમાં, મીણની પ્રતિમા રૂપે — અને એ દર્શને મને હચમચાવી નાખ્યો.’ આ શબ્દો છે જાણીતા ઑસ્ટ્રેલિયન ગાંધીસાહિત્યના સંશોધક થોમસ વેબરના. આગળ તેઓ લખે છે, એ ક્ષણે મને વિચાર આવ્યો, જો હં ુ મીણનું પૂતળું જોઈને આખો હલી ગયો, તો જ ેમણે ગાંધીજીને ખરે ખર જોયા હશે તેમને પહે લી મુલાકાતમાં શું નહીં થયું હોય? તેમનાં તો જીવન જ બદલાઈ ગયાં હશે.’ અને 2015માં ગાંધીજીના ભારત-આગમનના શતાબ્દીવર્ષે ‘ગાંધી ઍટ ફર્સ્ટ સાઇટ’નું મુખપૃષ્ઠ ભારે જહે મતપૂર્વક, ક્યાં-ક્યાંથી સંદર્ભો મેળવીને થૉમસ વેબરે 280 પાનાંનું ‘ગાંધી ઍટ ફર્સ્ટ સાઇટ’ સંપાદન પ્રગટ કર્યું, 1904થી 1948ના ગાળા દરમિયાન ગાંધીજીને મળેલા લોકોમાંની 42 પ્રસિદ્ધ વ્યક્તિઓની ગાંધી સાથેની પ્રથમ મુલાકાત એ વ્યક્તિઓના જ શબ્દોમાં અને જ ે તે વ્યક્તિની ટૂ કં ી ઓળખ સાથે વર્ણવાઈ છે. એની પ્રસ્તાવનામાં એમણે ઉપરના શબ્દો લખેલા છે. આ પુસ્તકમાંની થોડી સંકલિત મુલાકાતો ‘नवजीवनનાે અક્ષરદેહ’ વાચકો માટે મૂકી રહ્યા છીએઅ. પ્રથમ દર્શને ગાંધી મુલાકાતમાં મિલિ ગ્રેહામ ડાઉન્સ — મિલિ પોલાક છે.

મિલિ ગ્રેહામ ડાઉન્સ – મિલિ પોલાક ‘છેલ્લાં વર્ષોમાં ગાંધીજીની કીર્તિ જગવ્યાપી થઈ. ત્યારથી અનેક લોકો મને અને મારા પતિને ગાંધીજી વિશે ખૂબ પૂછતા હોય છે: “તમે તો એમનું ગૃહસ્થજીવન જાણતાં હતાં. તેઓ માણસ તરીકે કેવા હતા? એ દિવસોમાં આસપાસના લોકો જોડે કેવી રીતે વર્તતા? એ વેળા એમનો મુખ્ય રસ કઈ વસ્તુઓમાં હતો? એમના એ દિવસોના વિચારો અને પ્રવૃત્તિઓમાં એમની

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

પાછળની કલ્પનાઓ અને હિલચાલોનાં બીજ જોઈ શકાય ખરાં?” ‘આ વિશે જ ે ચર્ચાઓ થતી એ પછી “તમે આ પ્રસંગો લખતાં કેમ નથી?” એ સવાલ ઘણી વાર પુછાતો. જોકે હં ુ લખતી નહીં કારણ કે મને થતું કે મિત્રભાવે ને હૃદય ખોલીને કરે લી વાતચીતોની પવિત્રતા એ વાતો પ્રસિદ્ધ કરવાથી ખંડિત થશે. પછી તો ગાંધીજીની આત્મકથા 89


પ્રગટ થઈ, અને કંઈક આઘાત સાથે મેં જોયું કે ગાંધીજીએ પોતાના સર્વ વિચારો અને અનુભવો પરનો પડદો ખેંચી કાઢતાં સંકોચ રાખ્યો નથી. એ વાંચીને મને એમ થયું કે મારે એ દિવસોનાં મારાં સ્મરણો લખી કાઢવામાં સંકોચ રાખવાની કશી જરૂર નહોતી.’ આ શબ્દો છે મિલિ પોલાકના. ગાંધીજીના સંપર્કમાં આવનાર પ્રથમ વિદેશી મહિલાઓમાંનાં એક એટલે મિલિ ગ્રેહામ પોલાક. ગાંધીજીના મિત્ર, સાથી અને ત્યારે એમના ઘરમાં જ રહે તા હોવાથી કુ ટુબ ં ીજન સમા હે નરી પોલાકનાં તેઓ પત્ની. એમણે ગાંધીજી વિશે લખેલા પુસ્તકનું નામ છે, ‘મિ. ગાંધી: ધ મૅન’. આ પુસ્તકની બે મોટી વિશેષતાઓ છે: એક તો આ પુસ્તકમાં ગાંધી મહાત્મા બન્યા એ પહે લાંની વાતો છે, અને વળી એ વાતો એક બ્રિટિશ વિદુષી નારી, જ ે પોતાના પતિ સાથે ગાંધીજીના ઘરમાં એમના કુ ટુબ ં ી તરીકે રહી હતી તેણે લખેલી છે. એટલે લેખિકાએ એમાં જ ે વાતો મૂકી છે એ ભાગ્યે જ બીજ ે ક્યાંયથી મળે. આ પુસ્તક ઇન્ટરનેટ પર વાંચવા મળે છે અને ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લએ ‘ગાંધીજીના જીવનપ્રસંગો’ નામે તેનો ગુજરાતીમાં સુંદર અનુવાદ કર્યો છે તે પણ ઉપલબ્ધ છે. મિલિ ગ્રેહામ ડાઉન્સ સ્કૉટિશ ખ્રિસ્તી હતાં અને હે નરી ઇંગ્લૅન્ડમાં જન્મેલા યહૂદી. 18મા વર્ષથી મિલિ ક્રિશ્ચિયન સોશ્યાલિસ્ટિક મુવમેન્ટમાં જોડાયેલાં. બંનેનો પરિચય લંડન એથિકલ સોસાયટીમાં થયો. પોલાક દક્ષિણ આફ્રિકા આવ્યા અને ગાંધીજી સાથે જોડાયા ત્યારે બંનેની સગાઈ થઈ ચૂકી હતી, પણ પોલાકના પિતાને એમનાં લગ્ન સામે વાંધો હતો, કેમ કે મિલિની તબિયત નાજુ ક હતી. ખડતલ ‘કૉલોનિયલ’ 90

મિલિ પોલાક જિંદગી એ કેવી રીતે સહન કરી શકશે એવો એમનો પ્રશ્ન હતો. ગાંધીજીએ એમને પત્ર લખી વિશ્વાસ આપ્યો કે એમ હોય તો મિલિને દક્ષિણ આફ્રિકા લાવવાની ને લગ્ન કરવાની ખાસ જરૂર છે — સાદું જીવન, પ્રેમપૂર્ણ કાળજી અને દક્ષિણ આફ્રિકાની સુંદર આબોહવા એની તબિયત સુધારી દેશે. આ ગાળામાં ગાંધીજીએ મિલિને પણ બેત્રણ પત્રો લખેલા. 3 જુ લાઈ 1905ના રોજ લખેલા પત્રમાં એમણે મિલિને દાદાભાઈ નવરોજીને મળવાની ભલામણ કરી હતી — ‘તેઓ દેશપ્રેમના ઉચ્ચ આદર્શ સમા છે.’ સાથે ડૉ. જોશીઆ ઑલ્ડફિલ્ડના સંચાલનમાં ચાલતી કૅ ન્ટ હૉસ્પિટલની સ્વચ્છતા અને તકેદારી જોવા — શીખવા અને ટૉલ્સ્ટૉય ફાર્મમાં કામ કરતાં વેજિટેરિયન સોસાયટીના મિસ નિકૉલસન્સને મળવા ભલામણ કરી હતી અને સધિયારો આપ્યો હતો, ‘તમારી સેવાભાવનાને દક્ષિણ આફ્રિકામાં મોકળું મેદાન મળશે.’ મિલિ દક્ષિણ આફ્રિકા આવ્યાં ત્યારે એમને ગાંધીજીનો આટલો પરોક્ષ પરિચય હતો. મિલિ લખે છે, ‘30 ડિસેમ્બર 1905ની વહે લી સવારે [ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


છ વાગ્યે હં ુ જોહાનિસબર્ગના જ ેપી રે લવેસ્ટેશન પર ઊતરી. મિ. પોલાક અને મિ. ગાંધી મારી રાહ જોતાં પ્લૅટફૉર્મ પર ઊભા હતા… ઊંચાઈ મધ્યમ, બાંધો કંઈક પાતળો, ચામડી બહુ કાળી નહીં, હોઠ જરાક જાડા, મૂછ નાની ને કાળી. સૌથી ધ્યાનાકર્ષક હતી તેમની આંખો. આજ સુધી આવી મમતાભરી આંખો મેં જોઈ ન હતી. બોલે ત્યારે અંતરનું તેજ આંખોમાં ચમકી ઊઠતું – આવી ગાંધીજી વિશેની પ્રથમ છાપ મારા મન પર પડી. એમની આંખો હં મેશાં સૌથી વધારે ધ્યાન ખેંચતી. વસ્તુત: એ એમના આત્માના પ્રદીપરૂપ હતી. સામેનો માણસ એમાંથી એમના અંતરનો ભાવ કેટલો બધો વાંચી શકતો! તેમનો અવાજ ધીમો, મધુર કહી શકાય એવો હતો ને જાણે તરુણ છોકરાનો હોય એટલી સ્ફૂર્તિ એમાં હતી. મારી મુસાફરીની નાની નાની વિગતોની વાતો કરતાં અમે એમના ઘેર જતાં હતાં ત્યારે એમના અવાજની આ વિશેષતા ખાસ મારા ધ્યાનમાં આવી. ઘર સારા લત્તામાં આવેલું હતું તથા નવી ઢબના બંગલાના ઘાટનું, બે મજલાવાળું, બીજાં મકાનોથી છૂટુ ં અને આઠ ઓરડાવાળું હતું. મકાનની આસપાસ બગીચો હતો અને સામે નાના ટેકરાવાળી ખુલ્લી જગ્યા હતી. માળ પરનો વરં ડો સૂવું હોય તો સૂઈ શકાય એટલો મોટો અને સુઘડ હતો. મેં જોયું કે ગાંધીજીના પરિવારમાં ગાંધીજી પોતે, એમનાં પત્ની કસ્તૂરબા અને તેમનાં ત્રણ દીકરા — અગિયાર વર્ષનો મણિલાલ, નવ વર્ષનો રામદાસ, છ વર્ષનો દેવદાસ, તારખાતામાં નોકરી કરતો એક જુ વાન અંગ્રેજ, ગાંધીજીનો આશ્રિત એક હિં દી છોકરો અને પોલાક એટલાં માણસ હતાં. એમાં મારો ઉમેરો થયો, તે પછી

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

ઘરમાં કોઈ નવા આગંતુકના સમાસ માટે જગ્યા ન રહી. કસ્તૂરબા સિવાય સૌ યુરોપિયન પોશાક પહે રતા હતા. હં ુ પહોંચી તે જ દિવસે અમારાં લગ્ન થવાનાં હતાં. ગાંધીજી એમાં “બેસ્ટ મૅન” એટલે કે અણવર હતા. એમને જોઈ રજિસ્ટ્રાર સમજ્યો કે કાળા-ગોરાનાં લગ્ન થવાનાં છે અને એ આઘો-પાછો થઈ ગયો. સદ્‌ભાગ્યે ગાંધીજી મૅજિસ્ટ્રેટને ખાતરી કરાવી શક્યા કે હે નરી અને હં ુ બંને યુરોપિયન હતાં. અંતે લગ્ન થયાં. રં ગભેદના વૈમનસ્યનો મને આ પહે લે જ દિવસે પરિચય થયો. બપોરે અમે ત્રણે બેઠાં અને અમારે ક્યાં રહે વું, શું કરવું એની ચર્ચા કરી. નક્કી થયું કે હાલ પૂરતું તો અમારે ગાંધીજીના ઘરમાં એમના કુ ટુબ ં ી તરીકે રહે વું. છોકરા નિશાળે જતા નહોતા એટલે મેં રોજ સવારે ત્રણ કલાક એમને ભણાવવાનું નક્કી કર્યું. આ હતો ગાંધીજી સાથેનો પ્રથમ પરિચય. ત્યારે ગાંધીજી 26 વર્ષના હતા. મિલિ એમના આતિથ્ય. વિનોદવૃત્તિ, દૃઢતા અને વિચારોથી પ્રભાવિત ખરાં, પણ પોતાના વિચાર અને આત્મવિશ્વાસને પણ ઓછાં ન આંકે. કસ્તૂરબાને પણ અંગ્રેજી શીખવ્યું. પ્રસંગોપાત્ત થયેલા પત્રવ્યવહારમાં ગાંધીજી ‘બ્રધર’ તરીકે સહી કરતા. મિલિએ લખેલા પુસ્તકમાં ગાંધીજીનો મોટા ભાઈ જ ેવો સ્નેહ, વિવિધ વિષયો પરની નિખાલસ ચર્ચાઓ અને નાના નાના પ્રસંગો છે જ ેમાં ગાંધીજીનું એ કાળનું વ્યક્તિચિત્ર અને વિકાસ ઉપરાંત લેખિકાની સ્વતંત્ર બુદ્ધિ અને વિચારશક્તિ પણ દેખાય છે. રં ગભેદ ટોચ પર હતો ત્યારે એક યહૂદી 91


પડવાથી ઇંગ્લૅન્ડ ગયા અને મિલિ અને બે દીકરાઓ નિલગિરિમાં આવેલા નાનકડા ગામ કુ નુરમાં એમની બહે ન પાસે જઈને રહ્યા. ત્યાં વળી ઇન્ફ્લુએન્ઝા ફાટી નીકળ્યો. ગાંધીજી એમને મુંબઈ લાવ્યા, તો ત્યાં કૉલેરા જોરમાં ચાલતો હતો. છેવટે ગાંધીજીએ એમને માથેરાન મોકલ્યાં. મિલિ દર અઠવાડિયે ગાંધીજીને મળવા મુંબઈ આવતાં. છએક અઠવાડિયાં પછી ઇંગ્લૅન્ડ જવાની રજા મળી. આગબોટમાં દીકરાઓને લઈને બેઠાં ત્યારે મિલિના મનમાં સવાલ હતો, ‘આ જન્મે ફરી મળાશે કે નહીં?’ એમનો મોટો દીકરો વૉલ્ડો ગાંધીજીને બહુ વહાલો હતો. 1920ના દાયકામાં અચાનક તે મૃત્યુ પામ્યો ત્યારે ગાંધીજીએ મિલિને ખૂબ સધિયારો આપ્યો હતો. ગાંધીજીએ મિલિ વિશે લખ્યું છે, ‘એમનાં પ્રોત્સાહન અને પ્રેરણા વિના પોલાક ભાગ્યે જ કંઈ કરી શક્યા હોત. તેઓ બહે નો વચ્ચે નિર્ભયતાથી ફરે છે, એમને સત્યાગ્રહ વિશે સમજાવે છે અને ગમે તેવા સંજોગોમાં પણ પોલાકના કામમાં સાથ આપવાની એક પણ તક છોડતાં નથી.’ - સોનલ પરીખ

અને તેની અંગ્રેજ પત્નીને પોતાના ઘરમાં રાખવાં એ ગાંધીજી માટે એક સાહસ હતું અને પોલાકદંપતી માટે એક પડકાર. ગાંધીજી ફિનિક્સ ગયા ત્યારે પોલાકદંપતી પણ એને અનુસર્યું. ગાંધી અને અન્ય આગેવાનો સત્યાગ્રહમાં પડેલા હોય કે જ ેલમાં હોય ત્યારે મિલિ પોલાક ટ્રાન્સવાલ વિમેન્સ ઍસોસિયેશનના નેજા નીચે બહે નોને ભેગી કરતાં અને લડત વિશે સમજાવતાં. પોલાકે વર્ષો સુધી ‘ઇન્ડિયન ઓપિનિયન’ ચલાવ્યું અને સત્યાગ્રહમાં પોલાકે જ ેલ પણ ભોગવી. 1914માં ગાંધીજીએ ભારત આવવાની તૈયારી કરી. પોલાકદંપતી ઇંગ્લૅન્ડ જવા માગતું હતું. પણ ગાંધીજીએ જ્યારે કહ્યું કે તેમની ઇચ્છા એવી છે કે સરકાર પોતે આપેલાં વચનો પાળે છે કે નહીં એ જોવા પોલાકદંપતીએ હજી થોડો વખત દક્ષિણ આફ્રિકામાં રહે વું, ત્યારે એમને હા પાડવામાં મિલિ પહે લાં હતાં. 1916 સુધી બંને દક્ષિણ આફ્રિકામાં જ રોકાયાં, પછી ભારત આવ્યા અને 1917 સુધી ભારતમાં રહ્યાં. પહે લું વિશ્વયુદ્ધ ચાલતું હતું. સ્થિતિ ડામાડોળ હતી, એમાં હે નરી પોલાક બીમાર 

સ્રોત: • ‘મિ. ગાંધી: ધ મૅન’ - મિલિ પોલાક • ‘ગાંધીજીના જીવનપ્રસંગો’ – અનુ.: ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ • ‘મહાત્મા ગાંધી ઍન્ડ ધ પોલાક્સ’ – ડૉ. પ્રભા રવિશંકર • ‘ગાંધી ઍટ ફર્સ્ટ સાઇટ’ – થોમસ વેબર • www.mkgandhi.org

92

[ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


દિનવારી : 100 વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ

એપ્રિલ, 1922 10 માર્ચના રોજ રાત્રે 10 વાગ્યે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી અને અવિરત ચાલી રહે લી લડતને વિરામ મળ્યો. ધરપકડ થઈ તે અગાઉ 9 માર્ચના રોજ અજમેરથી ગાંધીજીનો સંદેશો सर्चलाइटમાં પ્રકાશિત થયો છે. આ સંદેશામાં ચાર મુખ્ય વાતોને ધ્યાને તેમણે લીધી છે. (1) હં ુ પકડાઉં ત્યારે કોઈ જાતના દેખાવો ન થવા જોઈએ કે હડતાળ ન પડવી જોઈએ. (2) સામુદાયિક સવિનયભંગ ઉપાડવો ન જોઈએ અને અહિં સાનું કડક પાલન થવું જોઈએ. (3) અસ્પૃશ્યતાનિવારણ અને દારૂનિષેધ ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ અને ખાદીના ઉપયોગને ઉત્તેજન અપાવું જોઈએ. (4) મારા પકડાયા પછી દોરવણી માટે લોકો હકીમ અજમલખાન ઉપર આધાર રાખે. એક સદી પહે લાંનો ગાંધીજીનો આ સંદેશો અત્યારે કેટલો પ્રસ્તુત લાગે છે. આજ ે નાના અમથા વિરોધ અર્થે લોકો રસ્તા પર ઊમટી પડે છે. અહિં સાના પાલનની વાત તો દૂરસુદૂર સુધી દેખાતી નથી. અને અંતે તેઓ પોતાની ધરપકડ પછી હકીમ અજમલખાનને દોરવણી માટે નીમે છે તેમાં પણ બોધ લઈ શકાય એમ છે. તે કાળે હિં દુમુસ્લિમ ઐક્ય સંદર્ભે જ ે શાશ્વત નીતિ ગાંધીજીએ ઘડી હતી તે વિશે હકીમજીને પત્રમાં લખે છે : “કુ સંપથી આપણે હં મેશ ગુલામ જ રહે વાના. તેથી હિં દુમુસલમાન એકતાના ધર્મને ‘ફાવશે ત્યાં સુધી ઠીક છે. નહીં ફાવે તે દિવસે ઊંચો મૂકીશું’ એવો સગવડિયો ધર્મ કરી શકાય તેમ નથી. સ્વરાજ આપણને અકારું થાય ત્યારે જ આપણે તે ઐક્યને તિલાંજલિ આપી શકીએ. ગમે તે કાળે અને ગમે તે સ્થિતિમાં પણ હિં દુમુસલમાનનનું ઐક્ય કાયમ રહે એ જ આપણી શાશ્વત નીતિ હોવી જોઈએ.” [ગાં. અ. 23 : 82] સાબરમતી જ ેલમાંથી તેમનો પત્રવ્યવહાર ચાલુ જ છે અને 16 માર્ચના રોજ તેઓ દીકરા મણિલાલ ગાંધીને પત્રમાં લખે છે : “વિલાસો ભોગવ્યા પછી મને ડહાપણ આવ્યું એવો વિચાર તો તમે ન જ કરશો. હં ુ તો જગતને જ ેવું અનુભવું છુ ં એવું તમારી આગળ ચીતરી રહ્યો છુ .ં સ્ત્રીપુરુષના સંયોગ જ ેવી મેલી ક્રિયા હં ુ કલ્પી શકતો નથી. તેમાંથી પ્રજાની પણ ઉત્પત્તિ થાય છે એ ઈશ્વરી ગતિ છે. પણ પ્રજોત્પત્તિ એ કંઈ કર્તવ્ય છે અથવા તો એવી ઉત્પત્તિ ન જ થાય તો જગતને કંઈ નુકસાન છે એવું હં ુ માનતો જ નથી. ક્ષણભર ધારી લઈએ કે ઉત્પત્તિમાત્ર બંધ થઈ તો નાશમાત્ર બંધ થાય. જન્મમરણમાંથી મુક્ત થવું એનું જ નામ મોક્ષ છે. તેને જ પરમસુખ માન્યું છે ને એ યથાસ્થિત છે.” [ગાં. અ. 23 : 95] આ વાતનું અનુસંધાન મણિલાલ યોગ્ય રીતે સમજ ે તે અર્થે તેઓ સ્પષ્ટતા કરતાં આગળ લખે છે : “કેવળ મિત્રભાવે લખ્યું છે. બાપ તરીકે આજ્ઞા કશી નથી કરતો. આજ્ઞા એટલી જ કે તમે સારા થાઓ. પણ તમારું

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૨૨]

93


ધાર્યું કરજો, મારું ધાર્યું નહીં.” સાબરમતી જ ેલમાં છે તે દરમિયાન અમદાવાદના શાહીબાગમાં આવેલા સરકિટ હાઉસમાં ગાંધીજી સામે રાજદ્રોહનો મુકદ્દમો ચાલે છે અને તે ‘ध ग्रेट ट्रायल’ તરીકે ઓળખાયો. આ કેસમાં ગાંધીજીને છ વરસની કેદ થઈ. 18મી ચુકાદો આવ્યો અને 20 તારીખે તેમને સાબરમતી જ ેલથી યરવડા જ ેલ ખસેડવામાં આવ્યા. યરવડામાં તેમની પ્રથમ પ્રવૃત્તિમાં સી. રાજગોપાલચારીની મુલાકાત મૂકી શકાય. આ મુલાકાત 1 એપ્રિલના રોજ થઈ હતી. પછીથી તેમણે बाळपोथी લખવામાં જ સમય વિતાવ્યો છે. બાર પાઠ ધરાવતી આ बाळपोथी માતા અને બાળકના વચ્ચેના સંવાદરૂપે લખી છે. તે પછીનો કાગળ હકીમજીને છે. ‘વહાલા...’ના સંબોધનથી લખાયેલ આ કાગળ ખાસ્સો લાંબો છે અને તેમાં તેમની મનોસ્થિતિ ઝિલાય એવું એક ઠેકાણે લખાણ છે : “હં ુ તો પંખીની જ ેમ કલ્લોલ કરું છુ .ં અને હં ુ બહાર રહીને કરતો તેના કરતાં અહીં રહીને ઓછી સેવા કરું છુ ં એમ નથી માનતો. અહીં રહે વું એ મારે માટે સરસ તાલીમ છે.” [ગાં. અ. 23 : 127]

૨૦૨૨ એપ્રિલ ૧થી ૭ યરોડા જ ેલ. કમિટીનો નિષ્ઠુ ર વર્તાવ; રોટી અને ૮ યરોડા જ ેલ : પીંજણ માટે શંકરલાલ લીંબુ આપે પણ એ કાપવા માટે ચાકુ બેન્કરને અરધો દિવસ આવવા આપવાના અખાડા; તદ્દન દેવાનું શરૂ થયું. એકાંતવાસ; નિત્યક્રમ; મુખ્ય ૯થી ૧૩ યરોડા જ ેલ. વ્યવસાય કાંતવાનું પીંજવાનું અને ૧૪ યરોડા જ ેલ : કૉંગ્રેસના પ્રમુખ હકીમ વાંચન; ‘પંખીની જ ેમ કલોલ કરું અજમલખાનને પત્ર — યરોડા છુ ’ં વગેરે વગેરે. સુધીના પ્રવાસનું વર્ણન; રેં ટિયા- ૧૫થી ૧૮ યરોડા જ ેલ. પ્રકરણ; જ ેલના અધિકારીઓ સારા ૧૯1 યરોડા જ ેલ : જ ેલ ખાતાના વડાએ પણ નિયમોમાં માણસાઈનો અભાવ; મુલાકાત લીધી. સીધીસાદી માગણી પ્રત્યે પણ જ ેલ ૨૦થી ૩૦ યરોડા જ ેલ.

1. ગાંધીજીને જ ેલમાં ફટકા મારવામાં આવ્યા છે એવી ઊડેલી અફવાનો ઇનકાર કરતું નિવેદન સરકારે પ્રસિદ્ધ કર્યું.

94

[ એપ્રિલ ૨૦૨૨] नवजीवन નો અક્ષરદેહ


વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તા

સોનેરી નદીના રાજા ‘ધ કિંગ ઑફ ધ ગોલ્ડન રિવર’ (૧૮૫૦માં પ્રકાશિત)

લેખક : જૉન રસ્કિન  ભાષાંતર : ચિત્તરં જન વોરા ₨ ૧૦૦ ‘‘આ વાર્તાના લેખક મહામના જૉન રસ્કિન વિખ્યાત સાહિત્યસ્વામી અને ચિંતક હતા. તેમનો જન્મ બસો વર્ષ પહે લાં ઇંગ્લૅન્ડમાં સન ૧૮૧૯માં થયો હતો. આ વાર્તા તેમણે યૂફેમીયા ગ્રે નામે બાર વર્ષની એક બાળા, જ ે પછીથી તેમની પત્ની બનેલી, તેને માટે સન ૧૮૪૧માં લખેલી. તે સન ૧૮૫૦માં પ્રકાશિત થતાં જ શ્રેષ્ઠ સાહિત્યિક કૃ તિ તરીકે વાચકોની ચાહના પામી અને તેમાં આજ સુધી ઓટ આવી નથી. આ વાર્તામાં કાળજાના કઠોર બે લોભિયા ભાઈઓની વાત છે. એ લોભલાલચ અને સ્વાર્થ આડે જીવન વેડફે છે, ગરીબ માંદાં દુઃખીને પીડે છે અને પવિત્ર ધંધા-વ્યવસાયનું અધઃપતન નોતરે છે. લેખકે પવિત્ર જળના પ્રતીક વડે જીવન કેવી રીતે વાપરવાનું છે, તે ચમત્કૃતિભર્યા પ્રસંગો વડે અને રસ પડે તેવી કલાત્મક રીતે બતાવ્યું છે. આવા તેના સંદેશને લીધે વાર્તા સતત સૌની ચાહના પામી છે.’’ ચિત્તરં જન વોરા, અનુવાદકનું નિવેદનમાંથી ૯૫


મોે. હઝરત મોહાનીનો ઐતિહાસિક મુકર્દમો

૯૬


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.