Navajivanno Akshardeh March 2018

Page 1

વર્ષૹ ૦૬ અંકૹ ૦૩ સળંગ અંકૹ ૫૯ • માર્ચ ૨૦૧૮

છૂટક કિંમત ઃ _ 15

ગાંધીજી વલ્લભભાઈ પટેલ મોહનલાલ પંડ્યા ઇંદુલાલ યાજ્ઞિક ગોકુ ળદાસ પારે ખ વિઠ્ઠલભાઈ પટે લ શંકરલાલ દ્વા. ુ ાદમ હરિપ્રસાદ દે સાઈ માધવલાલ ન. દ્વિવેદી છોટાલાલ વ્યાસ રાવજીભાઈ પરીખ ગણેશ માવળંકર વામનરાવ મક ુ ાલભાઈ પટે લ ભ ૂલાભાઈ રૂપજી ફૂલચંદ બા. શાહ શિવાભાઈ પટે લ ખાંડવાળા મણિભાઈ કાલિદાસ જ. ઝવેરી ખશ કલ્યાણજીભાઈ મહેતા કૃષ્ણલાલ ન. દે સાઈ વિઠ્ઠલભાઈ પટે લ ગોકુ ળદાસ પારે ખ ઠક્કરબાપા જીવણલાલ દીવાન હરિપ્રસાદ છો. કંથારિયા ગાંધીજી વલ્લભભાઈ પટે લ મોહનલાલ પંડ્યા ઇંદુલાલ યાજ્ઞિક ગોકુ ળદાસ પારે ખ વિઠ્ઠલભાઈ ુ ાદમ હરિપ્રસાદ દે સાઈ માધવલાલ ન. દ્વિવેદી છોટાલાલ પટેલ શંકરલાલ દ્વા. પરીખ ગણેશ માવળંકર વામનરાવ મક ુ ાલભાઈ પટે લ ભ ૂલાભાઈ રૂપજી ફૂલચંદ બા. શાહ શિવાભાઈ વ્યાસ રાવજીભાઈ મણિભાઈ કાલિદાસ જ. ઝવેરી ખશ પટેલ ખાંડવાળા કલ્યાણજીભાઈ મહેતા કૃષ્ણલાલ ન. દે સાઈ વિઠ્ઠલભાઈ પટે લ ગોકુ ળદાસ પારે ખ ઠક્કરબાપા જીવણલાલ દીવાન હરિપ્રસાદ છો. કંથારિયા ગાંધીજી વલ્લભભાઈ પટે લ મોહનલાલ પંડ્યા ઇંદુલાલ યાજ્ઞિક ગોકુ ળદાસ પારે ખ

ખેડા સત્યાગ્રહ શતાબ્દી

ુ ાદમ હરિપ્રસાદ દે સાઈ માધવલાલ ન. દ્વિવેદી વિઠ્ઠલભાઈ પટેલ શંકરલાલ દ્વા. પરીખ ગણેશ માવળંકર વામનરાવ મક ુ ાલભાઈ પટે લ ભ ૂલાભાઈ રૂપજી ફૂલચંદ બા. શાહ છોટાલાલ વ્યાસ રાવજીભાઈ મણિભાઈ કાલિદાસ જ. ઝવેરી ખશ શિવાભાઈ પટેલ ખાંડવાળા કલ્યાણજીભાઈ મહેતા કૃષ્ણલાલ ન. દે સાઈ વિઠ્ઠલભાઈ પટે લ ગોકુ ળદાસ પારે ખ ઠક્કરબાપા જીવણલાલ દીવાન હરિપ્રસાદ છો. કંથારિયા ગાંધીજી વલ્લભભાઈ પટે લ મોહનલાલ પંડ્યા ઇંદુલાલ યાજ્ઞિક ગોકુ ળદાસ ુ ાદમ હરિપ્રસાદ દે સાઈ માધવલાલ પારે ખ વિઠ્ઠલભાઈ પટેલ શંકરલાલ દ્વા. પરીખ ગણેશ માવળંકર વામનરાવ મક ુ ાલભાઈ પટે લ ભ ૂલાભાઈ રૂપજી ફૂલચંદ ન. દ્વિવેદી છોટાલાલ વ્યાસ રાવજીભાઈ મણિભાઈ કાલિદાસ જ. ઝવેરી ખશ બા. શાહ શિવાભાઈ પટેલ ખાંડવાળા કલ્યાણજીભાઈ મહેતા કૃષ્ણલાલ ન. દે સાઈ વિઠ્ઠલભાઈ પટેલ ગોકુ ળદાસ પારે ખ ઠક્કરબાપા જીવણલાલ દીવાન હરિપ્રસાદ છો. કંથારિયા ગાંધીજી વલ્લભભાઈ પટે લ મોહનલાલ પંડ્યા ઇંદુલાલ યાજ્ઞિક ુ ાદમ હરિપ્રસાદ દે સાઈ ગોકુ ળદાસ પારે ખ વિઠ્ઠલભાઈ પટે લ શંકરલાલ દ્વા. પરીખ ગણેશ માવળંકર વામનરાવ મક ુ ાલભાઈ પટે લ ભ ૂલાભાઈ રૂપજી માધવલાલ ન. દ્વિવેદી છોટાલાલ વ્યાસ રાવજીભાઈ મણિભાઈ કાલિદાસ જ. ઝવેરી ખશ ફૂલચંદ બા. શાહ શિવાભાઈ પટેલ ખાંડવાળા કલ્યાણજીભાઈ મહેતા કૃષ્ણલાલ ન. દે સાઈ વિઠ્ઠલભાઈ પટે લ ગોકુ ળદાસ


વર્ષૹ ૦૬ અંકૹ ૦૩ સળંગ અંકૹ ૫૯ • માર્ચ ૨૦૧૮ છૂ ટક કિંમત ઃ _ 15

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર ભાષાશુદ્ધિ

અશોક પંડ્યા આવરણ ૧ ખેડા સત્યાગ્રહમાં ભાગ લેનારા સત્યાગ્રહીઓ તથા સહકાર્યકરોની નામાવલી

૧. ખેડા સત્યાગ્રહ. . . . . . . . . . . . . . . . . . . . . . રામનારાયણ ના. પાઠક. . . . ૭૫ ૨. સરદાર પટેલનો પ્રજાજોગ સંદેશ ������������������������������������������������������������ ૮૩ ૩. ગાંધીદૃષ્ટિૹ ધરતીના ખેડનારા. . . . . . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી. . . . ૮૬ ૪. પુનઃ પુસ્તક પરિચયૹ  મહાત્મા ગાંધીના વિચારો. . . . . . . . . . . . . . . . . . . . કિરણ કાપુરે. . . . ૮૯  અન્ટુ ધિસ લાસ્ટ . . . . . . . . . . . . . . . . . . . . . . રસેશ જમીનદાર. . . . ૯૦ ૫. આજનો ટૅક્‌નૉલૉજિકલ સમાજ. . . . . . . . . . . . . . . . . . . . એરિક ફ્રોમ. . . . ૯૧ ૬. પ્રથમ પગલું. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . લિયો ટૉલ્સ્ટૉય. . . . ૯૫ ૭. મને પ્રભાવિત કરનારાં પુસ્તકો . . . . . . . . . . . . . .કાકાસાહે બ કાલેલકર. . . . ૯૯ ૮. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૧૦૪

આવરણ ૪ “ભાગી ન છુ ટાય” [હરિજનબંધુ ૦૧-૦૫-૧૯૪૯]

 ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… ���������������������������૧૦૬

વાર્ષિક લવાજમ ઃ

લવાજમ અંગે

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (3–18)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 3 એ માર્ચ મહિનો અને 18 એ 2018નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૭૪


ખેડા સત્યાગ્રહ રામનારાયણ ના. પાઠક “સેનાપતિની ચતુરાઈ પોતાનું કારભારી મંડળ પસંદ કરવામાં જ રહે લી છે. અમુક આદર્શો ઘડાયા હોય, અમુક નિયમો ઠરાવી રાખેલા હોય, તેના આધારે સેના ચાલી જાય તો જ કામ થાય. ન ચાલે તો સેનાપતિ એકલો કાંઈ ભારે કામ કરી શકે નહીં. …મેં કાંઈ ભારે કામ કરી નાંખ્યું છે એમ નથી. …મને વિચાર થયો કે ઉપસેનાપતિ કોણ થશે? ત્યાં મારી નજર વલ્લભભાઈ ઉપર પડી, મારે કબૂલ કરવું જોઈએ કે મેં ભાઈ વલ્લભભાઈની પહે લી મુલાકાત લીધી ત્યારે મને એમ થયેલું કે આ અક્કડ પુરુષ કોણ હશે? એ શું કરશે? પણ જ્યારે હં ુ તેમના પ્રસંગમાં આવ્યો ત્યારે ૧૯૦૫ • ૧૯૮૮ મને લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ.”—વલ્લભભાઈ વિશે ગાંધીજીએ પોતાનો આ ‘શુભ અનુભવ’ ખેડા સત્યાગ્રહના વિજયની ઉજવણી વેળાએ કહ્યો હતો. પ્રખર અભ્યાસી રાજમોહન ગાંધીના શબ્દોમાં કહીએ તો આ જ સત્યાગ્રહમાં ગાંધીજી અને વલ્લભભાઈ ગુજરાતમાં સંત અને વીરની જોડી તરીકે છવાઈ ગયા. આગળ જઈને દેશ-દુનિયા પર અનન્ય અસર પાડનાર આ જોડીના જન્મ માટે નિમિત્ત બનનાર ખેડા સત્યાગ્રહ વિશે રામનારાયણ ના. પાઠકે તેમના પુસ્તક સ્વતંત્ર ભારતના શિલ્પીૹ સરદાર વલ્લભભાઈ પટેલમાં વિગતે વાત કરી છે. ખેડા સત્યાગ્રહની શતાબ્દીએ પ્રસ્તુત પુસ્તકમાંથી ખેડાની પ્રજાના ખમીરથી રૂબરૂ થઈએ…

…સને ૧૯૧૭ના ચોમાસામાં ખેડા જિલ્લામાં જોઈ શકાય તેવી પરિસ્થિતિ દેખાતી નથી. એટલે અતિવૃષ્ટિ થઈ. ત્યાં દર વર્ષે ત્રીસ ઈંચ વરસાદ પડતો તેને બદલે તે વરસે સિત્તેર ઈંચ પાણી પડ્યું. છેક વિજ્યાદશમી સુધી વરસાદ વરસ્યા કર્યો. એટલે પહે લી વારનું વાવેતર ધોવાઈ ગયું. બીજી વારનું વાવેતર થઈ ન શક્યું. ઢોર માટેનો ઘાસચારો પણ ધોવાઈ ગયો. સામાન્ય રીતે ચોમાસામાં વધારે પાણી પડ્યું હોય તે વરસે શિયાળુ પાક વધારે સારો થાય. પરં તુ, ઉંદરની રં જાડ અને બીજા કુ દરતી રોગોને લીધે રવીપાકને પણ નુકસાન થયું. આમ આખું વર્ષ નિષ્ફળ ગયું. ગરીબ ખેડૂતોને ઢોરના ઘાસચારાની મુશ્કેલી ઊભી થઈ. આ સ્થિતિમાં જમીનમહે સૂલ ભરવાનો સવાલ મૂંઝવણભર્યો થઈ પડ્યો. સૂકા દુષ્કાળમાં નજરે જોઈ શકાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. સામાજિક સંસ્થાઓ અને સરકાર ખેડૂતોને રાહત આપવા સામે ચાલીને તત્પર બને છે. રાહત સમિતિઓ ઊભી થાય છે અને જરૂરી મદદ આવી મળે છે. પરં તુ લીલા દુકાળમાં સરકારને કે સામાજિક સંસ્થાઓને નજરે

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

મહે સૂલ માફ કરવાનો વિચાર સરખો સરકારી અમલદારોને આવતો નથી. પરં તુ, ખેડા જિલ્લાના સદ્ભાગ્યે જિલ્લાના કઠલાલ તાલુકાના વતની મોહનલાલ પંડ્યાના દિલમાં આ અન્યાય ખૂંચ્યો. તેમણે તા. ૧૫-૧૧’૧૭ના રોજ બેસતા વર્ષના દિવસે કઠલાલના ખેડૂતો પાસે એક અરજી કરાવી. તેમાં જણાવ્યું કે, “અતિવૃષ્ટિને લીધે જિલ્લામાં એકંદર પાક ચાર આનીથી ઓછો થયો છે માટે સરકારે ચાલુ સાલ મહે સૂલ મુલતવી રાખવું.” એવી જ રીતે નડિયાદ તથા કઠલાલ હોમરૂલ લીગની શાખાઓ મારફત બાવીસ હજાર ખેડૂતોની સહીઓવાળી અરજીઓ મુંબઈ સરકાર ઉપર મોકલવામાં આવી અને તેની નકલો કલેક્ટર, કમિશનર, રે વન્યુ મેમ્બર, ગુજરાત સભાના પ્રમુખ તથા મંત્રીઓ તેમ જ મુંબઈ ધારાસભાના સભ્યો ના. ગોકુ ળદાસ પારે ખ તથા ના. વિઠ્ઠલભાઈ પટેલને પણ મોકલવામાં આવી. અરજીનો સરકાર તરફથી માત્ર એટલો જ જવાબ 75


બાદ થોડા દિવસે ગાંધીજી આવ્યો કે, “આ બાબતમાં કલેક્ટરને અમદાવાદ આવ્યા. તે વખતે ખેડા બધી સત્તા છે અને અરજીમાં જિલ્લાના કાર્યકરો તથા ખેડૂતો જણાવેલ મુદ્દાઓ ઉપર તેઓ પૂરતું તેમને મળ્યા. તેમણે ગુજરાત ધ્યાન આપી રહ્યા છે.” સભાના સભ્યો તથા ખેડાના સરકારનો આ જવાબ શિરસ્તા કાર્યકર્તાઓ સાથે ચર્ચાવિચારણા મુજબનો હતો. એટલે આ પ્રશ્નમાં કરી અને કહ્યું કે, “મુંબઈ સરકારને લોકમત કેળવવા માટે ગામેગામ કરે લી અરજીઓનું પરિણામ ન જાહે રસભાઓ ભરવાનું શરૂ થયું. આવે ત્યાં સુધી ખેડા જિલ્લાની મુંબઈ ધારાસભાના ચૂંટાયેલા સભ્યો પ્રજાને જમીન મહે સૂલ ભરવાનું ગોકુ ળદાસ પારે ખ તથા વિઠ્ઠલભાઈ ખેડા સત્યાગ્રહ દરમિયાન મુલતવી રાખવાની સલાહ ગુજરાત પટેલ અને ગુજરાત સભાના મંત્રી વલ્લભભાઈ સભાએ આપવી જોઈએ અને દાદાસાહે બ માવળંકર જાતતપાસ માટે અનેક ગામોએ ફર્યા. દૈયપ ગામમાં તલાટીએ ગુજરાત સભાના પ્રતિનિધિઓએ આ બાબતમાં મહે સૂલ વસૂલ કરવા જુ લમ કરે લો તેની હકીકત કમિશનર મિ. પ્રૅટને રૂબરૂ મળી તેમને સમગ્ર છાપાંમાં વાંચી ઠક્કરબાપા તપાસ માટે આવ્યા. પરિસ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ આપવો જોઈએ.” ગાંધીજી સાથેની આ મુલાકાત પછી ગુજરાત તેમણે કેટલાંક ગામોની મુલાકાત લઈ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં એક લાંબો પત્ર લખ્યો અને વસૂલાતના સભાની કારોબારીની મિટિંગ વલ્લભભાઈને ઘેર બહાના નીચે મુખી-તલાટીએ કરે લા જુ લમો ઉઘાડા બોલાવવામાં આવી. તેમાં ગાંધીજીની સલાહ ઉપર ચર્ચાવિચારણા થઈ. મોટા ભાગના સભ્યો ગાંધીજીની પાડ્યા. …આ બાબતમાં એમને એક બીજો પણ ભય સલાહ સ્વીકારી લેવાના મતના હતા. પરં તુ સભાના હતો. ગાંધીજી ગુજરાત સભાના પ્રમુખ હતા. પીઢ આગેવાનો સર રમણભાઈ નીલકંઠ, શિવાભાઈ ચંપારણમાં તેમણે ખેડૂતોના હક માટે લડત ચલાવી પટેલ, હરિલાલ દેસાઈ વગેરે ગાંધીજીની સલાહનાં તેમાં જીત મેળવી હતી. ગુજરાતમાં પણ તેમની જ ે પરિણામો આવે તેની જવાબદારી લેવા તૈયાર દોરવણી નીચે રાજકીય પરિષદો ભરાવા લાગી ન હતા. ગાંધીજી તો આ બાબતમાં ન્યાય ન મળે હતી. ગુજરાત સભાની અસર સમગ્ર ગુજરાતમાં તો લોકોને મહે સૂલ ન ભરવાની લડત ઉપાડવાનો ફે લાવા લાગી હતી. ઉત્તર વિભાગના કમિશનર મિ. આદેશ પણ આપે. નરમ વિચારના સભ્યો એમાં પ્રૅટ ગાંધીજી અને વલ્લભભાઈની વધતી જતી શક્તિ સંમત ન હતા. બે કલાકની ચર્ચાને અંતે કશો જોઈ શક્યા હતા. તેથી આ બાબતમાં બિલકુ લ નિર્ણય ન થઈ શક્યો. વલ્લભભાઈએ ગાંધીજીને કહ્યું કે, “બહુમતી અમારી તરફે ણમાં છે એટલે નમતું ન આપવાનો તેમણે નિશ્ચય કર્યો હતો. …ગુજરાત સભાએ પોતાના મંત્રીઓની અમે ઠરાવ કરી દઈએ.” પરં તુ ગાંધીજીએ કહ્યું કે, જાતતપાસના અહે વાલ ઉપરથી ખેડા જિલ્લાનું “હિં દુસ્તાનમાં હજી સરકાર સામે આવું ઉગ્ર પગલું મહે સૂલ મુલતવી રાખવાની અરજી મુંબઈ સરકારને કોઈ સ્થળે ભરાયું નથી. આ પ્રથમ પ્રયોગ છે માટે તા. ૧-૧-’૧૮ના રોજ મોકલી આપી હતી. ત્યાર એનો ઠરાવ સર્વાનુમતે થવો જોઈએ.” 76

[ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


કારોબારીની સભા રોજ સાંજ ે બબ્બે કલાક મળતી અને તેની ઉપર ખૂબ ચર્ચાવિચારણા થતી. આઠ દિવસ સુધી ચર્ચા ચાલી. ગાંધીજીએ તો સર્વાનુમતે ઠરાવ કરવાનો પોતાનો આગ્રહ પકડી રાખ્યો. આખરે મગનભાઈ ચતુરભાઈ પટેલ સિવાયના તમામ સભ્યો સંમત થયા. શ્રી મગનભાઈએ પણ વિરુદ્ધમાં મત ન આપતાં તટસ્થ રહ્યા. એટલે ગાંધીજી પણ સંમત થયા. ગાંધીજીએ બીજી એક માગણી મૂકી કે જો લડત ઉપાડવી જ પડે તો ગુજરાત સભાના કસાયેલા સભ્યોમાંથી એકે તો લડત પૂરી થાય ત્યાં સુધી પોતાની સાથે ખેડા જિલ્લામાં બેસી જવું જોઈએ. ગાંધીજીની આ દરખાસ્ત સાંભળી સૌ ઘડીભર વિચારમાં પડ્યા. પણ વલ્લભભાઈએ ગાંધીજીની માગણી સ્વીકારી લીધી. ગાંધીજી બહુ રાજી થયા. ત્યાર બાદ ગુજરાત સભાએ બે ઠરાવ પસાર કર્યા. પહે લા ઠરાવમાં સભાએ કરે લી અરજીનો

નિકાલ ન થાય ત્યાં સુધી વસૂલાત મુલતવી રાખવાની સરકારને વિનંતી કરવામાં આવી અને બીજા ઠરાવમાં ખેડા જિલ્લાની પ્રજાને ખબર આપવાનો મુસદ્દો પસાર કરવામાં આવ્યો. એ મુસદ્દામાં લોકોને સ્પષ્ટ દોરવણી આપવામાં આવી કે, “જ ેમને પાક મુદ્દલ ન થયો હોય તેમણે મુંબઈ સરકારનો છેવટનો ઠરાવ ન આવે ત્યાં સુધી મહે સૂલ ભરવાનું મુલતવી રાખવું.” અને ‘ખેડા જિલ્લાની પ્રજાને ખબર’ નામની પત્રિકા છપાવી ગામેગામ મોકલી આપવામાં આવી અને તેની એક નકલ કમિશનરને મોકલી. સભાના મંત્રીઓએ તેમની મુલાકાત માગી. ઠરાવેલે સમયે કમિશનર મંત્રીઓને મળ્યા. મંત્રીઓ સાથેની વાતચીતમાં તેમણે સારી પેઠ ે વરાળ કાઢી અને ખેડા જિલ્લાના અધિકારીઓને તાકીદે વસૂલાત કરવાના હુકમો કાઢ્યા. આ વખતે ગાંધીજી ચંપારણમાં હતા. તેમને

ખેડા સત્યાગ્રહની ટુકડીની એક માત્ર પ્રાપ્ય તસવીર, જ ેમાં વલ્લભભાઈ સાથે હરિપ્રસાદ દેસાઈ, શંકરલાલ દ્વા. પરીખ, ઇન્દુલાલ યાજ્ઞિક, ગણેશ માવળંકર, મોહનલાલ પંડ્યા અને અન્ય

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

77


બધા સમાચાર વિગત વાર મોકલવામાં આવતા. કમિશનરના હુકમો અંગે ગાંધીજીએ તારથી સલાહ આપી અને છેવટે પોતે પણ આવી પહોંચ્યા. તેમણે મુંબઈમાં મૂળજી જ ેઠા માર્કિટમાં એક વિશાળ જાહે ર સભા સમક્ષ ખેડા જિલ્લાનો આખો પ્રશ્ન રજૂ કર્યો. ગવર્નરની મુલાકાત પણ લીધી. પરં તુ કશું પરિણામ ન આવ્યંુ. તેથી તેમણે ખેડા જિલ્લાની પ્રજાને સત્યાગ્રહ કરવાની સલાહ આપી. … ગાંધીજીની સલાહ માથે ચડાવીને ખેડા જિલ્લાની ખમીરવંતી પ્રજાએ પોતાની ન્યાયી માગણી સારુ લડી લેવાનો નિશ્ચય કર્યો. કાર્યકર્તાઓ અને કેટલાક આગેવાન ખેડૂતો સ્વમાન સાચવવા લડતને માટે થનગની રહ્યા હતા. તા. ૨૨મી માર્ચે સાંજના છ વાગ્યે જિલ્લાના બધા જ ખેડૂતોની એક મોટી સભા નડિયાદ મુકામે ભરવાનું નક્કી કરવામાં આવ્યું. નડિયાદ અનાથાશ્રમમાં ગાંધીજીનો મુકામ રાખવામાં આવ્યો. ખેડા જિલ્લાના આગેવાનોમાં શ્રી મોહનલાલ પંડ્યા અને શ્રી શંકરલાલ દ્વારકાદાસ પરીખ મુખ્ય હતા. ગાંધીજીની સાથે અમદાવાદથી વલ્લભભાઈ ઉપરાંત શંકરલાલ બૅંકર, અનસૂયાબહે ન, ઇન્દુલાલ યાજ્ઞિક વગેરે આવી પહોંચ્યાં. સત્યાગ્રહની તમામ લડતોમાં નડિયાદનું અનાથાશ્રમ અને સંતરામ મંદિર ધર્મયુદ્ધની છાવણી જ ેવાં બની રહે તાં. ગુજરાતમાં આ પ્રથમ સત્યાગ્રહ હોવાથી લોકોને એક પ્રકારનું કુતૂહલ પણ હતું. એ જમાનામાં સરકારી અમલદારોની ધાકથી ઘર બહાર નીકળતાં ડરનારા લોકો હજારોની સંખ્યામાં નડિયાદની સભામાં ઊમટી પડ્યા. ગાંધીજીએ એ સભા સમક્ષ પ્રેરણાદાયી ભાષણ કર્યું ને ખેડૂતોને ઢોરઢાંખર, ઘરબાર અને જમીન હરાજ થાય તોપણ પ્રતિજ્ઞાને વળગી રહે વાનો અનુરોધ કર્યોૹ લોકો પ્રતિજ્ઞા લઈને તોડે અને ઈશ્વરથી વિમુખ થાય એ મને અસહ્ય છે. તમે ખોટી પ્રતિજ્ઞા લો 78

તો મને અત્યંત દુઃખ થાય, મારે ઉપવાસ કરવા પડે. મને ઉપવાસથી એટલું દુઃખ નથી થતું, જ ેટલું લોકો મને છેતરે , પોતાની પ્રતિજ્ઞા તોડે તેથી થાય છે. સત્યાગ્રહમાં પ્રતિજ્ઞા સૌથી કીમતી છે. તે જાળવવી જ જોઈએ. ઈશ્વરને નામે લીધેલી પ્રતિજ્ઞા તોડી શકાય જ નહીં… ગાંધીજીના ભાષણની ચમત્કારિક અસર થઈ. આવું વ્યાખ્યાન અગાઉ કદી લોકોએ સાંભળ્યું ન હતું. તે જ દિવસે લગભગ બસો માણસોએ સત્યાગ્રહની પ્રતિજ્ઞા ઉપર સહીઓ કરી. ત્યાર બાદ પ્રતિજ્ઞા લેનારની સંખ્યા દિવસે દિવસે વધવા લાગી. લોકોનો ઉત્સાહ પણ વધતો ચાલ્યો. સરકારના જુ લમો સામે થવાનું તેમનામાં નવું બળ આવ્યું. …ગાંધીજીની માગણીના જવાબમાં વલ્લભભાઈએ ખેડા જિલ્લામાં પોતાનું થાણું નાખ્યું. ગાંધીજીની હાજરીમાં તેઓ સભા સમક્ષ એક શબ્દ પણ ઉચ્ચારતા નહીં. સત્યાગ્રહશાસ્ત્રના આચાર્ય તરીકે ગાંધીજી લડત કેવી રીતે ચલાવી રહ્યા છે તેનું વલ્લભભાઈ બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. સરકાર સાથેનો પત્રવ્યવહાર, અમલદારો સાથેની વાતચીત, કાર્યકર્તા અને પ્રજાનું ઘડતર ગાંધીજી કેમ કરે છે તેનું અવલોકન કરીને વલ્લભભાઈ પોતાની જાતને ઘડી રહ્યા હતા. તેઓ જન્મજાત નેતા તેમ જ સાચા સિપાહી પણ હતા. …એ વખતે જ વલ્લભભાઈના પોશાકમાં પણ ફે રફાર થયો. અમદાવાદમાં વકીલાત કરતા ત્યારે તેઓ કોટ, પાટલૂન ને હૅ ટ પહે રતા. પરં તુ તેમણે લડતમાં ઝંપલાવ્યું એટલે ધોતિયું, ખમીસ, તેની ઉપર હાફકોટ અને માથે ટર્કિશ ઘાટની ટોપી જ ે બૅંગલોર કૅ પ કહે વાતી તે પહે રતા. તેમનો ખોરાક તો પહે લેથી જ સાદો હતો. પરં તુ ગામડાંઓમાં ફરતા ત્યાં ખેડૂતોની સાથે તેમના જ ેવું [ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ખેડા સત્યાગ્રહમાં સહભાગી થનારા આગેવાનો

ઇન્દુલાલ યાજ્ઞિક

મોહનલાલ પંડ્યા

જ ભોજન લેતા. ગાંધીજી, વલ્લભભાઈ અને કાર્યકર્તાઓ ગામડે ગામડે ફરીને પ્રજાને સત્યાગ્રહના પાઠ શીખવતા હતા. ત્યારે બીજી બાજુ સરકારી અમલદારોનો જપ્તીઓનો સપાટો ચાલી રહ્યો હતો. ગાંધીજી ઇન્દોર ગયેલા ત્યારે વડથલ ગામના કેટલાક આગેવાનોની હજારો રૂપિયાની કિંમતની જમીન નજીવી રકમના મહે સૂલ માટે ખાલસા કરવામાં આવી હતી. ગાંધીજીએ આવીને તેમને સલાહ આપી કે, “ખાલસાની નોટિસો તમારી ઉપર બજી જ નથી એમ માનીને તમારાં ખેતરોમાં પહોંચી જાઓ અને પહે લાંની પેઠ ે જ કામ કરવા લાગો.” ગાંધીજીના શબ્દોની જાદુઈ અસર થઈ. ખાલસાની નોટિસો અને જપ્તીઓનો ડર તેમના મનમાંથી ચાલ્યો ગયો. …દિવસે દિવસે ખેડૂતો મક્કમ થતા જતા હતા. સરકારી અમલદારોના જુ લમો વધતા જતા હતા. કમિશનર મિ. પ્રૅટ ગાંધીજીને મળતા રહે તા. છતાં તેમને લડતનો અંત દેખાતો ન હતો. આવી લડત તેમણે કદી જોઈ ન હતી. એક વાર વાતવાતમાં મિ. પ્રૅટ ે ગાંધીજીને કહ્યું કે, “લોકોને મારી વાત नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

ગોકુ ળદાસ પારે ખ

વિઠ્ઠલભાઈ પટેલ

સમજાવવાની મને તક આપો. તમે જ ેમ સભાઓ ભરો છો અને ભાષણો કરો છો તેમ મને પણ કરવા દો તો મારી વાત લોકો જરૂર સમજ ે.” ગાંધીજીએ સત્યાગ્રહી તરીકે તરત જ જવાબ આપ્યોૹ “તમારી વાત લોકોને સમજાવવાની તક જરૂર આપું.” …ગાંધીજીએ જાહે ર પત્રિકા પ્રગટ કરીને જિલ્લાના તમામ લોકોને કમિશનરની મિટિંગમાં હાજર રહે વાની સલાહ આપી. નડિયાદ મુકામે મામલતદારની કચેરીના ચોગાનમાં તા. ૧૨મી એપ્રિલના રોજ સાંજના ત્રણ વાગ્યે જિલ્લાના આગેવાન ગણાય તેવા લગભગ બે હજાર ખેડૂતોની સભા મળી. એ સભામાં જિલ્લા કલેક્ટર, તાલુકા મામલતદારો, અન્ય સરકારી નોકરો હાજર થયા. ગાંધીજી પોતે હાજર ન રહ્યા. પરં તુ તેમની સૂચનાથી વલ્લભભાઈ અને બીજા કેટલાક કાર્યકર્તાઓ હાજર રહ્યા. કમિશનર મિ. પ્રૅટના હરખનો પાર ન હતો. એને માટે આ એક અણમૂલો અવસર હતો. એ પાકો અંગ્રેજ મુત્સદ્દી હતો. એને તો ગમે તેમ કરીને 79


કમિશનર સાહે બે ધમકી ખૂબ આપી છે. તેમણે એમ પણ કહ્યું કે, એ ધમકી પોતે ખરી પાડી દેશે.

એટલે તેઓ સાહે બ પ્રતિ�ા કરનારાઓની બધી જમીન ખાલસા કરશે અને તેમના વારસોને પણ ખેડા જિલ્લામાં જમીનની માલિકી ભોગવવાને

બિનહકદાર ઠરાવશે. આ ઘોર વચન છે, ક્રૂર છે, કઠોર છે. હું માનું છુ ં કે આ વચનમાં અતિ તીવ્ર રોષ ભરેલો છે

મહે સૂલ વસૂલ કરવું હતું. …પોતાની કાલીઘેલી ગુજરાતી ભાષામાં એણે લાંબું ભાષણ કર્યંુ. એમાં સામ, દામ, દંડ, ભેદ બધી રીતો અજમાવી હતી. વાચકને તેનો ખ્યાલ આપવા માટે એ ભાષણમાંથી નમૂનારૂપે થોડી કંડિકાઓ અહીં આપી છેૹ …ખેડૂત લોકોને કાયદેસર હક નથી કે માગણી કરે કે તકરાર કરે કે આકાર મુલતવી રાખવો જોઈએ. એ બાબત અમારો હક છે. પાકની સ્થિતિ લક્ષમાં લઈને, વાંધા હોય તે સાંભળીને અમે છેવટનો હુકમ કાઢીએ છીએ. છેવટના હુકમ પછી તકરાર ન ચાલી શકે. છેવટનો હુકમ કાઢવાની સત્તા અમલદારના હાથમાં છે. મહે રબાન ગાંધી સાહે બના હાથમાં તે નથી. મહે રબાન વલ્લભભાઈ સાહે બના હાથમાં તે નથી. આ બાબતમાં તમારી કાંઈ લડત ચાલી શકશે નહીં, એવી સમજ તમારા મનમાં બેસાડવી જોઈએ. મારા શબ્દો તમારે સાંભળવા જોઈએ. મારા શબ્દો મારા છે એટલું જ નહીં પણ છેવટના હુકમરૂપ છે. મારા શબ્દો એકલા મારા જ નથી પણ ના. લૉર્ડ વિલિંગ્ડન સાહે બના છે. મારા હાથમાં તેમનો કાગળ છે કે આ કામમાં 80

તમે જ ે હુકમ કરશો તે હં ુ બહાલ રાખીશ. તમારે સમજવું હોઈએ કે આ હં ુ જ બોલું છુ ં એમ નથી, ના. ગવર્નર સાહે બ બોલે છે.  મહે રબાન ગાંધી સાહે બ ઘણા સારા માણસ છે, પવિત્ર માણસ છે. સારા હે તુથી, પવિત્ર અંતઃકરણથી, તમારો લાભ સમજી તમોને સલાહ આપે છે. …આફ્રિકામાં જ્યારે આવી લડત ચલાવી હતી ત્યારે શ્રીયુત્ મહાત્મા ગાંધી કેદમાં ગયા હતા. આ રાજ્યમાં તે કેદ નહીં જશે. એમને માટે જ ેલ લાયક નથી. હં ુ ફરીથી કહં ુ છુ ં કે તે ઘણા સારા અને પવિત્ર માણસ છે.  હં ુ છેવટની સલાહ આપવા આવેલો છુ .ં … તમે આકાર નહીં ભરો તો જમીન ખાલસા થશે; ઘણા કહે છે કે જમીન ખાલસા નહીં થાય. હં ુ કહં ુ છુ ં કે એમ બનશે. મને પ્રતિજ્ઞા કરવાની જરૂર નથી. મારા શબ્દો હં ુ સાચા કરીશ. જ ે લોકો જાણીને ના પાડે છે તેમને ફરી જમીન આપવાની નથી. એવા ખેડૂતો સરકારના ચોપડામાં નથી જોઈતા. એવા ખેડૂતોનાં નામ અમારા હક-પત્રક (રે કર્ડ ઑફ રાઇટ્સ)માં નથી લખવાં. જ ે નીકળી ગયા તે ફરી દાખલ નહીં થશે. …કમિશનર મિ. પ્રૅટના ભાષણમાં દેખીતી રીતે મીઠાશ હતી. તેમણે પ્રજા પ્રત્યે સહાનુભૂતિ બતાવવાનો પણ પ્રયાસ કર્યો. પરં તુ એ બધાની પાછળ તેમનો અમલદારી રુઆબ અને સત્તાનો ભય પણ તેમણે પૂરેપૂરો બતાવ્યો. જમીનની માલિકી ખેડૂતની નહીં પણ સરકારની છે અને જમીનમહે સૂલ ન ભરનાર ખેડૂતની જમીન સરકાર ખૂંચવી લઈ શકે છે એ વસ્તુમાં પાયાનો મતભેદ હતો. તે વિશે આગળ ઉપર ગાંધીજીએ એક ખાસ પત્રિકા કાઢી. તેના છેવટના ભાગમાં [ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


કમિશનરે આપેલી ધમકીઓ વિશે લખ્યું કેૹ કમિશનર સાહે બે ધમકી ખૂબ આપી છે. તેમણે એમ પણ કહ્યું કે, એ ધમકી પોતે ખરી પાડી દેશે. એટલે તેઓ સાહે બ પ્રતિજ્ઞા કરનારાઓની બધી જમીન ખાલસા કરશે અને તેમના વારસોને પણ ખેડા જિલ્લામાં જમીનની માલિકી ભોગવવાને બિનહકદાર ઠરાવશે. આ ઘોર વચન છે, ક્રૂ ર છે, કઠોર છે. હં ુ માનું છુ ં કે આ વચનમાં અતિ તીવ્ર રોષ ભરે લો છે, જ્યારે કમિશનર સાહે બનો રોષ શાંત થશે ત્યારે આ ઘોર વચનને સારુ તેઓ પસ્તાશે. …ખેડા જિલ્લાની આ લડતનો પડઘો મુંબઈની ધારાસભામાં પડી ચૂક્યો હતો. નામદાર વિઠ્ઠલભાઈ પટેલ અને ના. ગોકુ ળદાસ પારે ખે એ પ્રશ્ન ગવર્નર અને છેક વાઇસરૉય સુધી પહોંચાડ્યો હતો. ગાંધીજી આ પ્રશ્ન અંગે દેશના આગેવાનો સાથે પત્રવ્યવહાર ચાલી રહ્યા હતા. તેથી દેશનેતાઓનું ધ્યાન આ લડત તરફ આકર્ષાયું હતું. તા. ૨૩મી એપ્રિલે મુંબઈમાં વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપણા નીચે લડત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા એક મોટી જાહે રસભા મળી હતી. તેમાં ગાંધીજીએ લડતનો સંપૂર્ણ ખ્યાલ આપ્યો હતો. આ સભાની વિશેષતા એ હતી કે ખેડા જિલ્લાના ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતો અને નિષ્પક્ષ તપાસનું પરિણામ આવે ત્યાં સુધી મહે સૂલની વસૂલાતનું કામ મુલતવી રાખવાની સરકારને ભલામણ કરતો ઠરાવ લોકમાન્ય ટિળકે મૂક્યો હતો. આ દિવસોમાં યુરોપનું મહાયુદ્ધ અંતિમ તબક્કે પહોંચ્યું હતું. વાઇસરૉયના ખાસ નિમંત્રણથી ગાંધીજી યુદ્ધપરિષદમાં હાજરી આપવા મુંબઈથી સીધા દિલ્હી ગયા. તેમની ગેરહાજરીમાં વલ્લભભાઈ લડતનું સંચાલન કરી રહ્યા હતા. તેમની કુ શળ દોરવણી પ્રમાણે કાર્યકર્તાઓ રાત-દિવસ ગામડે नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

લડતનું સમાધાન થયું પરંતુ સરકારી અમલદારોને તે પરાણે કરવું પડતું હોય તેમ લાગ્યું. સત્યાગ્રહને

અંતે જે મીઠાશ અને ખેલદિલીનો અનુભવ થવો જોઈએ

તે

થયો.

યુરોપમાં

ચાલી

રહે લા

મહાયુદ્ધને કારણે બ્રિટિશ સલ્તનત કટોકટીભરી સ્થિતિમાં

હતી.

યુદ્ધપરિષદમાં

વાઇસરૉયને

ગાંધીજીની મદદની ખાસ જરૂર હતી. એટલે ઉપરના દબાણથી નીચેના અમલદારોને ન છૂ ટકે

સમાધાન કરવું પડ્યું હોય એવી તેમની મનોદશા હતી

ગામડે ફરી રહ્યા હતા. ખેડૂતો સરકારની વધતી જતી દમનનીતિ સામે ટક્કર ઝીલી રહ્યા હતા. પુરુષોની સાથોસાથ સ્ત્રીઓ પણ સત્યાગ્રહની લડતનો મર્મ સમજવા લાગી હતી અને પોતાનાં ઢોરઢાંખર, ઘરે ણાં તથા વાસણ વગેરે હોંશભેર જપ્ત થવા દેતી હતી. આ બધું જોઈને મુંબઈનાં વર્તમાનપત્રના પ્રતિનિધિઓ દિંગ થઈ ગયા અને તેમણે સત્યાગ્રહી સ્ત્રીપુરુષોની ત્યાગભાવના અને હિં મતની પ્રશંસા કરતા લેખો લખ્યા. ગાંધીજી ચંપારણથી ત્રીજી જૂ ને નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે પહોંચ્યા. તે જ વખતે મામલતદાર તેમને મળવા આવ્યા. પ્રાસ્તાવિક વાત થયા પછી મામલતદારે કહ્યું કે, “જો પહોંચતા ખેડૂતો મહે સૂલ ભરી આપે તો ગરીબ ખેડૂતોનું મહે સૂલ મુલતવી રાખવા સરકાર તૈયાર છે.” ગાંધીજીએ એ દરખાસ્ત લેખિતરૂપે આપવા કહ્યું અને મામલતદારે એ પ્રમાણે લખી આપ્યું. ગાંધીજીએ આ બાબતમાં વલ્લભભાઈ વગેરે સાથીઓ સાથે વાતચીત કરીને કલેક્ટરને પત્ર લખ્યો. તેમાં જણાવ્યું કે, “આવી જાતનો હુકમ આખા જિલ્લા માટે બહાર પાડવામાં આવે અને ચોથાઈ વગેરે દંડ માફ કરવામાં 81


લખ્યું કે “…લડતનો અંત તો આવ્યો છે, પણ અમારે દિલગીરી સાથે કહે વું પડે છે કે તે અંત માધુર્યરહિત છે. ઉપરનો હુકમ ઉદાર દિલથી, રાજી થઈને કરવામાં નથી આવ્યો, પણ પરાણે થયા જ ેવો ભાસે છે. …” આમ છતાં સમાધાન સ્વીકારી લેવાની ભલામણ કર્યા બાદ પત્રિકાના અંત ભાગમાં ખેડા જિલ્લાની પ્રજાને ધન્યવાદ આપ્યાૹ ખેડાની પ્રજાએ પોતાની બહાદુરીથી આખા હિં દુસ્તાનનું ધ્યાન ખેંચ્યું છે. સત્ય, નિર્ભયતા, એકસંપ, દૃઢતા અને સ્વાર્થત્યાગનો રસ ખેડાની પ્રજા આજ ે છ માસથી ચાખતી આવી છે. અમારી ઉમેદ છે કે એ મહાન ગુણોને પ્રજા વધારે ખીલવશે અને માતૃભૂમિનું નામ વિશેષ ઉજ્જવળ કરશે. અમારી દૃઢ માન્યતા છે કે આ લડત ઉપાડી ખેડા જિલ્લાની રૈ યતે પોતાની, સ્વરાજ્યની અને સામ્રાજ્યની શુદ્ધ સેવા કરી છે.  ઈશ્વર પ્રજાનું કલ્યાણ કરો.

આવે તો અમારે લડવાપણું રહે તું નથી.” ગાંધીજીના અભિપ્રાય પ્રમાણે આ લડત ન્યાયની ને સ્વમાનની એટલે કે સિદ્ધાંતની હતી. કલેક્ટરના જ ે ગેરવાજબી હુકમો ‘અફર’ અને ‘છેવટના’ ગણાતા હતા તે આપખુદ હુકમો ફે રવવાની આ લડત હતી. ગાંધીજીની વાત કલેક્ટરે માન્ય રાખી એટલે તા. ૬ઠ્ઠી જૂ નના રોજ ગાંધીજી અને વલ્લભભાઈની સહીથી એક પત્રિકા બહાર પાડીને લડત બંધ થયેલી જાહે ર કરવામાં આવી. આમ લડતનું સમાધાન થયું પરં તુ સરકારી અમલદારોને તે પરાણે કરવું પડતું હોય તેમ લાગ્યું. સત્યાગ્રહને અંતે જ ે મીઠાશ અને ખેલદિલીનો અનુભવ થવો જોઈએ તે ન થયો. યુરોપમાં ચાલી રહે લા મહાયુદ્ધને કારણે બ્રિટિશ સલ્તનત કટોકટીભરી સ્થિતિમાં હતી. યુદ્ધપરિષદમાં વાઇસરૉયને ગાંધીજીની મદદની ખાસ જરૂર હતી. એટલે ઉપરના દબાણથી નીચેના અમલદારોને ન છૂટકે સમાધાન કરવું પડ્યું હોય એવી તેમની મનોદશા હતી. તેથી ગાંધીજી અને વલ્લભભાઈએ લડત બંધ રાખવા અંગેની પ્રગટ કરે લી પત્રિકામાં 

સત્યાગ્રહ સંબંધિત કે ટલાંક પુસ્તકો

82

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ગાંધીજી

90.00

એક ધર્મયુદ્ધ મહાદેવભાઈ દેસાઈ

30.00

દાંડીકૂ ચ ધીરુભાઈ હી. પટેલ

35.00

સત્યના પ્રયોગો અથવા આત્મકથા ગાંધીજી

50.00

જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધી

400.00

ગાંધીજી અને મજૂ રપ્રવૃત્તિ[POD] શંકરલાલ બૅંકર

350.00 [ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સરદાર પટે લનો પ્રજાજોગ સંદેશ ખેડા સત્યાગ્રહથી બૅરિસ્ટર વલ્લભભાઈ પટેલે જાણે નવો અવતાર ધારણ કર્યો. રુઆબદાર કોટપાટલૂન ત્યજીને વલ્લભભાઈએ દેશી પોશાક અપનાવ્યો. પરદેશી પહે રવેશની સાથે સાથે તેમણે પોતાનું એશઆરામી જીવન પણ ત્યજી દીધું. કાર્યકરોની સાથે રહે વું, સાદો ખોરાક જમવો, જમીન પર સૂવું, પોતાનાં કપડાં જાતે જ ધોવા અને ગામડાંઓમાં પગપાળા ફરવું. … આ લડત દરમિયાન વલ્લભભાઈ ખરા અર્થમાં દેશના પોતીકા નેતા તરીકે ઊભર્યા. આ પોતીકા નેતાએ લડત દરમિયાન લોકોને સમજાય તેવી શૈલી અને ભાષામાં અનેક ભાષણો પણ આપ્યાં. સાંભળવામાં આકરા લાગી ૧૮૭૫ • ૧૯૫૦ શકે, પણ અસર જન્માવામાં સો ટકા સફળ નિવડે તેવા વલ્લભભાઈના અનેક ભાષણોમાંથી અહીં પ્રસ્તુત ભાષણ ખેડા સત્યાગ્રહમાં ખેડૂતવર્ગની સ્થિતિ અને આગેવાન વલ્લભભાઈના વ્યક્તિત્વનો પરિચય આપે છે…

આપણી લડત સત્યાગ્રહની છે. પ્રજામત અને વિસ્મય પામી વિદાય થયા. અમલદારોએ ખાલસાની આંધળો અમલ એ બેની વચ્ચે દારુણ ધર્મયુદ્ધ ચાલે છે. સરકારે સત્તાના બળથી જમીનમહે સૂલ વસૂલ કરવા નિશ્ચય કર્યો છે. પ્રજાએ પ્રતિજ્ઞા કરી છે કે સરકારના અણઘટતા હુકમનો માનપૂર્વક અનાદર કરવો અને સરકાર સત્તાનો ઉપયોગ કરે તેથી થતાં દુઃખ સહન કરવાં પણ જમીનમહે સૂલ ભરવું નહીં. અમલદારોએ જપ્તીઓ શરૂ કરી. માતર તાલુકામાં તો વસૂલાતના કામ માટે બે વધારાના ખાસ અમલદારો નીમ્યા; કચેરીમાં કારકુ નો સુધ્ધાં તે કામમાં રોકી દીધા; આખા જિલ્લામાં ખાલસાની નોટિસો કાઢી; મુખ્ય માણસોને ઘેર જપ્તીઓ કરી; ખાલસાના હુકમો કર્યા; ચોથાઈ દંડ લીધા; ઊભો પાક જપ્તીમાં લીધો; કેદ કરવાનો ડર બતાવ્યો; પણ પ્રજા અડગ રહી અને અમલદારો થાક્યા ત્યારે કમિશનર સાહે બ તેમની મદદે આવ્યા. તમામ ખેડૂતોને નડિયાદ મુકામે ભેગા કરી તેમણે ખૂબ ધમકી આપી, ગવર્નર સાહે બનો પત્ર વાંચી બતાવ્યો. જપ્તીઓ બંધ કરવાનો દૃઢ નિશ્ચય જાહે ર કર્યો, અને પ્રજા જરૂર ડરી જશે એમ માનનારા કમિશનર સાહે બ ખેડૂતોના હિં મતભર્યા જવાબો સાંભળી પોતાના અઠ્ઠાવીસ વરસના રાજકીય અનુભવમાં નહીં જોયેલો અગર સાંભળેલો એવો બનાવ જોઈ

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

નોટિસોનાં ફૉર્મ ખૂટી ગયાં એટલી નોટિસો કાઢી. કોઈ કોઈ જગાએ તો ખાલસાના હુકમ કર્યા, તે રૈ યતે હર્ષથી વધાવી લીધા. પણ સરકારની તિજોરીમાં પૈસો આવ્યોે નહીં. છેવટે રૈ યતને ઇન્સાફ આપવા નીમેલા અનુભવી કલેક્ટર સાહે બ વિદાય થયા અને નવા કલેક્ટર સાહે બે ખાલસાની વાત પડતી મૂકી જપ્તીઓનું કામ શરૂ કર્યું. ગામેગામ જપ્તીઓનું કામ પુરજોસથી ચાલે છે, છતાં પ્રજાએ હિં મત છોડી નથી. ખેડા જિલ્લાના ખેડૂતો જ ેવા પોતાના ઢોરની બરદાસ ચાકરી કરનાર ખેડૂત ભાગ્યે જ હશે. પોતાના ઢોરને તેઓ કુ ટુબ ં નાં અંગ તરીકે ગણે છે. ખેડૂતની સ્ત્રીઓ પોતાની ભેંસોને રાત્રે પણ ભરનિદ્રમાંથી ઊઠી તેમને બેત્રણ વખત ખોરાક આપે છે અને તેના ડિલ ઉપર પ્રેમથી હાથ ફે રવે છે. ચૂંટી ખણતા લોહી નીકળે એવાં સાચવેલાં ઢોર જોઈ આપણી આંખ ઠરે છે. ઘણાં ખેડૂતોનાં કુ ટુબ ં નો આધાર એ જાનવર ઉપર હોય છે. એને જરા પણ દુઃખ થતાં એના માલિકને ભારે દુઃખ થાય છે. સ્ત્રીઓ તો પોતાનાં ઢોરને દુઃખ થતું જોઈ શકે જ નહીં. જપ્તી કરનાર અમલદારો ખેડૂતની આ સ્થિતિનો લાભ લઈ, ખેડૂતને સહે લાઈથી ભારે માં ભારે ત્રાસ આપી ડરાવવાના હે તુથી, જપ્તીમાં લઈ શકાય એવી 83


ચોરામાં રૂપિયા ભરવા જનારનો કેટલો વખત ખોટી

થાય ત્યારે છુ ટકારો થતો; તેને બદલે ઘેર ઘેર

અમલદારો પૈસા ઉઘરાવતા ફરે છે, લોકોને

ડરાવવાનું છોડી દઈ વિનયથી સમજાવે છે, અને લાલચો

આપે

છે.

સત્તાના

દોરથી

સાહે બી

ભોગવનારાઓને ગામમાં સત્કાર કરનાર કોઈ મળતું નથી

બીજી મિલકત હોવા છતાં, સંખ્યાબંધ ભેંસો જપ્તીમાં લે છે, ખાસ કરીને દૂઝણી ભેંસો લે છે. કેટલીક જગાએ તો જપ્તીમાં લઈ તરત જ તેને તાપમાં બાંધવામાં આવે છે. કોઈ જગાએ તેને તેનાં પાડિયાંથી વિખૂટી પાડવામાં આવે છે. જાનવરો રાડો પાડે છે, અને સ્ત્રીઓ કકળાટ કરે છે. તે જોઈ છોકરાં હૃદયભેદક રુદન કરે છે. જપ્તીની મુદત દરમિયાન ભેંસની કિંમત અડધી થઈ જાય છે. છતાં ધર્મ પાળનાર ખેડૂત ધીરજથી પ્રતિજ્ઞાનું પાલન કરે છે, અને શાંતિથી દુઃખ સહન કરે છે. કેટલીક જગાએ સ્ત્રીઓ આવા પ્રસંગોમાં ભારે હિં મત બતાવે છે. જપ્તીમાં લીધેલો માલ હરાજ થતાં સુધી ખેડૂતને ચોથાઈ માફ કરવાની લાલચ આપવામાં આવે છે. છતાં એક વરસનું મહે સૂલ મુલતવી રાખવાને માટે લડનારા ખેડૂતો સત્યને ખાતર પોતાના માલની હરાજી થવા દે છે, અને દયાળુ સરકાર-માબાબ હરાજીના રૂપિયામાંથી જમીનમહે સલ ૂ ઉપરાંત ચોથાઈ દંડ વસૂલ કરી લે છે. આટલું દુઃખ સહન કરવાની સલાહ આપનાર મહાત્માજીને ખેડૂતો ગામેગામ પોતાને ત્યાં પધરામણી કરાવી પોતાનું ગામ પાવન કરવા, તેમનાં દર્શનનો લાભ લેવા અતિપ્રેમપૂર્વક નિમંત્રણ કરે છે. અને તેવાં નિમંત્રણો 84

કરવામાં જુ દાં જુ દાં ગામોની હરીફાઈ જોવા જ ેવી થાય છે. મહાત્માજીનાં દર્શનથી અને તેમનાં વચનામૃતથી ખેડૂતો પોતાનાં દુઃખ વીસરી જાય છે. અને કેટલાક ખેડૂતો સરકારે મહે સૂલ મુલતવી નહીં રાખ્યું તેથી તેમને મહાત્માજીનાં દર્શનનો અને અમૂલ્ય ઉપદેશનો લાભ મળ્યો એમ માની સરકારનો ઉપકાર માને છે. આમ, પ્રજાની ધાર્મિક અને નૈતિક ઉન્નતિ થાય છે. એ આ લડતનું મોટામાં મોટુ ં શુભ પરિણામ છે. અમલદાર વર્ગનો ભય પ્રજામાંથી નીકળી ગયો છે; અને ખેડાના ખેડૂત અમલદારની સાથે હિં મતથી અને માનપૂર્વક કામ લઈ શકે છે; એટલું જ નહીં પણ ગરીબમાં ગરીબ રૈ યત સેંકડો વરસથી મૂંગે મોંએ વેઠ કરી ગુલામગીરીની દશા ભોગવતી તે હવે મુક્ત થઈ છે. પ્રજા સમજવા લાગી છે કે કુ સંપથી ભારે ખુવારી થાય છે. ઘણાં વરસથી ચાલતી આવેલી તકરારો છોડી દઈ લોકો સંપથી કામ લેવા લાગ્યા છે. અંદર અંદર કજિયા કરી કોર્ટકચેરીએ ચડવાનો રસ ઓછો થયો છે. અન્યાયી અમલની સામે થઈ શકાય છે અને તેમ કરવાથી જ પ્રજા ચડી શકે છે, અને સરકારને પણ એમાંથી શીખવાનું મળે છે. આપણી લડતનાં આ શુભ પરિણામો નજરે પડે છે તે ઉપરાંત પ્રજાને ઉચ્ચ કેળવણી મળે છે. લડત લંબાતી જાય છે તેમ તેમ પ્રજાની કસોટી થાય છે. દુઃખ સહન કરવાનો પ્રસંગ જ ન આવ્યો હોત તો પ્રજાને ભારે લાભ મળત નહીં. હવે આપણી કસોટીનો વખત આવ્યો છે. જગત આપણી સામે જોઈ રહ્યું છે. અમલદારોને અમલ ચલાવવાનો અવકાશ મળતો નથી. ચોરામાં રૂપિયા ભરવા જનારનો કેટલો વખત ખોટી થાય ત્યારે છુ ટકારો થતો; તેને બદલે ઘેર ઘેર અમલદારો પૈસા ઉઘરાવતા ફરે છે, લોકોને ડરાવવાનું છોડી દઈ વિનયથી સમજાવે છે, અને લાલચો આપે છે. સત્તાના [ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


દોરથી સાહે બી ભોગવનારાઓને ગામમાં સત્કાર કરનાર કોઈ મળતું નથી. મોં માગી ચીજ મફત મેળવનારને કોઈ પ્રસંગે પૈસા આપતાં પણ જરૂરી ચીજ મળતી નથી. એમની હાડમારીનો પાર નથી. છતાં તેમણે મર્યાદા છોડી નથી. એમનાં હૃદય પીગળ્યાં છે. રૈ યતના તરફ સત્ય છે એવી એમનાં હૃદયમાં ઝાંખી થયેલી માલૂમ પડે છે. પણ આપણે સમજવું જોઈએ કે હાલની ચાલતી રાજ્યપદ્ધતિમાં તેઓ લાચાર છે. આવા કઠણ સંયોગોમાં સ્વાભાવિક છે કે તેઓ કોઈ વખત મર્યાદા છોડે, ક્રોધ કરે , ત્રાસ આપે; તોપણ આપણે તો મર્યાદા ન છોડવી, વિનય ન છોડવો અને એમના ઉપર દ્વેષ નહીં કરતાં તેમની દયા ખાવી અને શાંતિ પકડવી. કઠોરમાં કઠોર હૃદયને પણ પ્રેમથી વશ કરી શકાય છે. અને સામાની કઠોરતાના પ્રમાણમાં આપણો પ્રેમ તેટલો જ સબળ હોય તો જરૂર આપણે જીતી શકીએ એ સત્યાગ્રહની લડતનું રહસ્ય છે. ગામડામાં સ્ત્રીઓ અને બાળકો સુધ્ધાં આ લડતમાં રસ લે છે એ આનંદની વાત છે, પરં તુ આપણે ખાસ યાદ રાખવાનું છે કે આપણા જુ વાનિયાઓ અમલદારની સામે ઉદ્ધતાઈ શીખે નહીં. આપણે વિનય છોડીશું તો જુ વાનિયાઓ તેથી આગળ વધી ઉદ્ધતાઈ શીખશે, અને તેમ થાય તો આપણી લડતનું પરિણામ વિપરીત જ આવે, અને જીતવાને બદલે જરૂર હારીએ.

આપણે તો મર્યાદા ન છોડવી, વિનય ન છોડવો અને એમના ઉપર દવેષ નહી ં કરતાં તેમની દયા

ખાવી અને શાંતિ પકડવી. કઠોરમાં કઠોર હૃદયને પણ પ્રેમથી વશ કરી શકાય છે. અને સામાની કઠોરતાના પ્રમાણમાં આપણો પ્રેમ તેટલો જ સબળ

હોય તો જરૂર આપણે જીતી શકીએ એ સત્યાગ્રહની લડતનું રહસ્ય છે

આપણે આખા દેશમાં કીર્તિ મેળવી છે, અને સંભવિત છે કે આપણે ખુદ પ્રૅટ સાહે બના હૃદયમાં દયા અને ઇન્સાફની લાગણીઓ સચેત કરી છે. એવે પ્રસંગે આપણે જરા પણ ચૂક કરીશું તો જીતેલી બાજી હારીશું. માટે મારી સર્વ ભાઈઓને વિનંતી છે કે અકળાયેલા અમલદારો મર્યાદા છોડે, અને કંઈ પણ અયોગ્ય કામ કરે , તોપણ આપણે તેમની ઉપર કોઈ પણ પ્રકારનો દ્વેષ નહીં કરવો, અને તેમને પ્રેમથી વશ કરવા બને એટલો પ્રયત્ન કરવો. તેમ જ કંઈ પણ અયોગ્ય કામ થતું હોય તો તેની ખબર સત્યાગ્રહ મંડપમાં આપવી. 

સરદાર પટેલના વ્યક્તિત્વનો સંપૂર્ણ ચિતાર આપતું પુસ્તકૹ સરદાર વલ્લભભાઈનાં ભાષણો [૧૯૧૮થી ૧૯૪૭]

સં. નરહરિ દ્વારકાદાસ પરીખ, ઉત્તમચંદ દીપચંદ શાહ સરદાર પટેલના વ્યક્તિત્વના અનેક નાનામોટા ગુણોનો પરિચય મેળવવાનું એકમાત્ર સાધન એમનાં ભાષણો છે. એમનું તેજ, એમની નિર્ભયતા, એમનું શૂર, એમની અખૂટ ધીરજ, અન્યાય વિશે બાળી મૂકે એવી ચીડ અને ગુજરાતના ખેડૂત-વર્ગને ટટ્ટાર કરવાની ને તેજસ્વી બનાવવાની એમની તાલાવેલી એ બધાં ને એવાં જ બીજાં એમના ચારિત્ર્યનાં લક્ષણો એમનાં ભાષણોમાં બરાબર પ્રતિબિંબિત થાય છે. એમની વાણી દ્વારા ગુજરાતી ભાષાનું જ ે તેજ અને જ ે સામર્થ્ય પ્રગટ થયું છે તેવું બીજ ે ભાગ્યે જ થયું હશે. [પુસ્તકમાંથી] [ÉÜåÓ ‘êÜÓ ü܇üêÜ, ôÜ܇” 6.5x9.5, ÆÜåÆÜÓ ËÜç‘ ËÜ܇ÞòØÄÜ, ÆÜÜÃÜÜØ 495, _ 400]

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

85


ધરતીના ખેડનારા

[ગાંધી�ષ્ટિ : મો. ક. ગાંધી]

ચંપારણ સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહને સો વર્ષ થઈ ચૂક્યાં છે અને બારડોલી સત્યાગ્રહને એક દશક પછી સો વર્ષ પૂરાં થશે. આ તમામ સત્યાગ્રહો જગતના તાત કહે વાતા ખેડૂતો સારુ થયા હતા. અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ જ ેવી આફતોના કારણે પાક નિષ્ફળ ગયા હોવા છતાં પણ સરકારે મહે સૂલ વસૂલવામાં દયા ન દાખવી હોય કે ખેડૂતો ઉપર બીજા પણ કોઈ જુ લમ થયા હોય ત્યારે ત્યારે ગાંધીજીએ ધરતીને ખેડનારાના પક્ષે અવાજ બુલંદ કર્યો છે. ગાંધીજીએ જમીનદારો, મૂડીદારો અને સરકારો સૌ કોઈને ખેડૂતના હિતમાં નીતિ ઘડવાનું સૂચન કર્યું છે અને આ માટે તેઓએ સતત પોતાનાં ભાષણો અને લખાણોમાં ખેડૂતોનો પક્ષ લીધો છે. વર્તમાન સમયે સરકારોની ખેડૂત વિરોધી નીતિઓના કારણે ખેડૂતોએ પોતાના હક સારુ બળબળતા તડકામાં ઉઘાડે પગે હજારો કિ.મી.ની યાત્રાઓ કાઢવી પડે છે, આત્મહત્યા જ ેવાં આત્યંતિક પગલાં ભરવા પડે છે. આવી સ્થિતિમાં ગાંધીજીએ ખેડૂતોના પક્ષે રહીને આપણી સરકારો અને મૂડીદારોને જ ે ચેતવણી અને સલાહો આપી હતી, તેનો આજ ે ખરા અર્થમાં અમલ કરવાની જરૂર છે…

રૈયતને માન્યતા

આપણા સમાજ ે શાંતિને માર્ગે સાચી પ્રગતિ કરવી

હોય તો ધનિક વર્ગે સ્વીકારવું જોઈએ કે જ ે આત્મા તેમના પોતાનામાં છે તે જ ખેડૂતોમાં પણ વસે છે; અને પોતાની ધનદોલતને કારણે તેઓ ખેડૂતો કરતાં ઊંચા નથી. જાપાની ઉમરાવો કરતા તેમ તેમણે પોતાને પોતાની મિલકતના ટ્રસ્ટી ગણવા જોઈએ અને તે મિલકત પોતાના આશ્રિત ખેડૂતોના કલ્યાણને માટે વાપરવી જોઈએ. આવી ધારણા બન્યા પછી યોગ્ય પારિશ્રમિકથી વધારે તેઓ નહીં લે. અત્યારે તો ધનિક વર્ગનાં સાવ બિનજરૂરી ઠાઠમાઠ અને ઉડાઉપણું અને જ ે ખેડૂતોની વચ્ચે તેઓ રહે છે તેમને કચરી નાખનારી ગરીબાઈ અને ગંદા વાતાવરણ વચ્ચે કશું પ્રમાણ નથી…

86

જો મૂડીદાર વર્ગ સમયનાં એંધાણ ઓળખે, પોતાની સંપત્તિ પરના ઈશ્વરદત્ત અધિકાર વિશેની કલ્પના બદલે તો થોડા જ વખતમાં આજ ે જ ે ગામડાંને નામે ઓળખાય છે તે આઠ લાખ ઉકરડાને શાંતિ, સ્વાશ્રય અને આરામનાં સ્થળોનું રૂપ આપી શકાય. મને ખાતરી છે કે મૂડીદાર જાપાનના સેમોરાઈનું અનુકરણ કરે તો તેમને ખરે ખર કંઈ ખોવાનું નથી, બધું મેળવવાનું જ છે. બે જ શક્યતાઓ છેૹ એક તો, મૂડીદારો પોતાનો વધારાનો સંગ્રહ રાજીખુશીથી આપી દે અને તેને પરિણામે સર્વ લોકો સાચું સુખ પ્રાપ્ત કરે ; બીજી એ કે જો મૂડીદારો વખતસર ન જાગે તો અજ્ઞાન અને ભૂખ્યાં કરોડો લોકો દેશને એવી અંધાધૂંધીમાં ધકેલી દે જ ેને શક્તિશાળી સરકારનું લશ્કરી બળ પણ અટકાવી ન શકે—આ બે શક્યતાઓમાંથી પસંદગી કરવાની છે. મેં આશા રાખી છે કે હિં દુસ્તાન આ વિનાશ સફળતાપૂર્વક અટકાવી શકશે. હં ુ જ ે સ્વપ્ન સાકાર કરવા માગું છુ ં તે ખાનગી માલિકોની મિલકત વેરણછેરણ કરવાનું નથી પણ [ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


એના ઉપયોગને એવી રીતે મર્યાદિત કરવાનું છે જ ેથી બધી કંગાળિયતને, એમાંથી નીપજતા અસંતોષને અને ગરીબ અને તવંગરનાં જીવન અને તેની આસપાસના સંજોગો વચ્ચે આજ ે જોવામાં આવતી અત્યંત બિહામણી વિષમતાને ટાળી શકાય. ગરીબોમાં અવશ્ય એવી લાગણી ઊભી થવા દેવી જોઈએ કે તેઓ જમીનદારોની મરજી પ્રમાણે વેઠ કરનારા અને વારતહે વારે ફરજિયાત રીતે લાગા વેરા ભરનારા નથી પણ તેમના ભાગીદારો છે. હં ુ આમજનતાની સેવા માટે જમીનદારો અને મૂડીવાદીઓનો ઉપયોગ કરવા માગું છુ.ં મૂડીવાદીઓને ખાતર આપણે આમજનતાનાં હિતોનો ભોગ ન આપવો જોઈએ. આપણે મૂડીવાદીઓની રમત ન રમવી જોઈએ. તેમને મળતા લાભ યથાશક્તિ તેઓ આમજનતાની સેવામાં અર્પણ કરશે એવો આપણે તેમના પર વિશ્વાસ રાખવો જોઈએ. ઉચ્ચ ભાવનાઓની અસર તેમને પણ થાય છે. મારો એ હં મેશનો અનુભવ રહ્યો છે કે પ્રેમાળ શબ્દની તેમના

બે જ શક્યતાઓ છેઃ એક તો મૂડીદારો પોતાનો

વધારાનો સંગ્રહ રાજીખુશીથી આપી દે અને તેને

પરિણામે સર્વ લોકો સાચું સુખ પ્રાપ્ત કરે; બીજી એ કે જો મૂડીદારો વખતસર ન જાગે તો અ�ાન

અને ભૂખ્યાં કરોડો લોકો દેશને એવી અંધાધૂંધીમાં ધકેલી દે જેને શક્તિશાળી સરકારનું લશ્કરી બળ પણ અટકાવી ન શકે—આ બે શક્યતાઓમાંથી પસંદગી કરવાની છે. મેં આશા રાખી છે કે

હિં દુસ્તાન આ વિનાશ સફળતાપૂર્વક અટકાવી શકશે

પર જરૂર અસર થાય છે. જો આપણે તેમનો વિશ્વાસ જીતી લઈએ અને તેમને નિશ્ચિંત કરી દઈએ તો આપણને જણાશે કે ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રમાણમાં આમજનતાને પોતાની સંપત્તિમાં ભાગીદાર બનાવવાની વિરુદ્ધ તેઓ નથી.

જમીનદારોનો હૃદયપલટો

મારે જમીનદારનું નિકંદન કાઢવું નથી, તેમ જમીનદાર વિના ન જ ચાલી શકે એવું પણ મને લાગતું નથી… હં ુ જમીનદારોનાં ને બીજા ધનિકોનાં દિલ અહિં સક ઉપાયોથી પલટાવવાની આશા રાખું છુ ,ં ને તેથી વર્ગવિગ્રહ અનિવાર્ય છે એમ હં ુ માનતો નથી. કેમ કે જ ેટલો વિરોધ ઓછો કરવો પડે એ રીતે કામ લેવું એ અહિં સાનું એક આવશ્યક અંગ છે. ખેડૂતોને જ ે ક્ષણે પોતાની શક્તિનું ભાન થશે તે ક્ષણે જમીનદારી પદ્ધતિની અનિષ્ટ અસર નીકળી જશે. ખેડૂતો કહે છે કે જ્યાં લગી અમે ને અમારાં બાળબચ્ચાં સુખે ખાઈએ, પહે રીએ ને કેળવણી પામીએ એટલું અમને ન મળે ત્યાં લગી અમે હરગિજ જમીન નથી ખેડવાના, તો બિચારો नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

જમીનદાર શું કરી શકે? વસ્તુતઃ શ્રમજીવી ખેડૂત તો ઉપજાવેલા પાકનો માલિક છે. જો શ્રમજીવીઓ બુદ્ધિપૂર્વક ભેગા થઈને જૂ થ બાંધે તો એમની શક્તિની સામે થવાની કોઈની તાકાત નથી. એ રીતે હં ુ વર્ગવિગ્રહની આવશ્યકતા નથી માનતો. હં ુ જો એને અનિવાર્ય માનું તો એનો ઉપદેશ કરતાં ને એ શીખવતાં અચકાઉં નહીં. મારે હિટલરનું બળ નથી જોઈતું. મારે તો સ્વાધીન ખેડૂતનું બળ જોઈએ છે. આ બધાં વરસો દરમિયાન ખેડૂતો સાથે મારું તાદાત્મ્ય સાધવાનો પ્રયાસ હં ુ કરી રહ્યો છુ ,ં પરં તુ એમ કરવામાં હં ુ હજી સફળ થયો નથી. તે સ્વેચ્છાથી નહીં પણ સંજોગોને બળે ખેડૂત કે મજૂ ર છે, એ વસ્તુ મને ખેડૂતથી જુ​ુ દો પાડે છે. 87


હં ુ સ્વેચ્છાથી ખેડૂત કે મજૂ ર બનવા માગું છુ ં અને જ્યારે તેને પણ સ્વેચ્છાથી ખેડૂત કે મજૂ ર બનવાનું શીખવી શકીશ ત્યારે આજ ે તેને જકડી રહે લી અને

માલિકનો હુકમ ઉઠાવવાની તેને ફરજ પાડતી બેડીઓ ફગાવી દેવાને પણ હં ુ તેને શક્તિમાન કરી શકીશ.

કિસાનો

એને માટે વ્યવસ્થાપક મંડળ કે સમિતિઓ—જ્યાં તે ન હોય ત્યાં—સ્થપાવી જોઈએ. એવાં મંડળ જ્યાં હોય ત્યાં જરૂર મુજબ એનો સુધારો કરી લેવો જોઈએ. મોટી ઉંમરના કિસાનો અને મજૂ રીએ જવા લાયક એનાં છોકરાં—બંનેને ભણાવવાં જોઈએ. આ ભાઈઓ અને બહે નો બંને માટે છે. જ્યાં કિસાન જમીનમાલિક નથી પણ કેવળ મજૂ ર જ છે ત્યાં એની મજૂ રીની મર્યાદા એવી રીતે વધારવી જોઈએ જ ેથી એનું જીવન સમૃદ્ધ બને. એવા જીવનમાં સંપૂર્ણ પોષક આહાર, તંદુરસ્તી સચવાય એવાં મકાનો અને કપડાં વગેરે બાબત આવી જાય.

પહે લો આવે છે કિસાન. પોતાની માલિકીની જમીન પર અને પારકી જમીન પર ખેતી કરનાર—એમ બંને પ્રકારના કિસાનો એમાં આવી જાય છે. ધરતીમાતાનો એ શ્રેષ્ઠ પુત્ર છે. જમીનની માલિકી એની છે—એની જ હોવી જોઈએ, કોઈ હાજર ન હોય તેવા જમીનમાલિક કે જમીનદારની નહીં. અહિં સક માર્ગમાં જમીનનો મજૂ ર ગેરહાજર જમીનમાલિકને જબરદસ્તીથી હઠાવી શકતો નથી. એણે કામ એવી રીતે કરવું જોઈએ જ ેથી જમીનદાર એને ચૂસી શકે નહીં. કિસાનોમાં ઘનિષ્ઠ સહકાર અત્યંત આવશ્યક છે.

અહિં સા, ધારાસભાનો કાયદો નહી ં

જો સ્વરાજ આખી પ્રજાના પ્રયત્નથી પ્રાપ્ત થયું હોય— અને અહિં સાનું સાધન હોય તો એમ જ થાય—તો કિસાનોને પોતાના અધિકારો પ્રાપ્ત થશે જ અને તેમનો અવાજ સર્વોપરી બનશે. પણ એમ જો ન બને અને મર્યાદિત મતાધિકારને આધારે સરકાર અને લોકો વચ્ચે કામચલાઉ સમાધાન થાય, તો ખેડૂતોનાં હિતોની સાવચેતીપૂર્વક ચોકી કરવી પડશે. જો ધારાસભા કિસાનોનાં હિતોનું રક્ષણ કરવાને અસમર્થ પુરવાર થાય તો તેમની પાસે સવિનયભંગ અને અસહકારનો સર્વોપરી ઉપાય તો હં મેશાં છે જ. પણ… અન્યાય કે જુ લમ સામે લોકોના રક્ષણનો સાચો ગઢ કાગળ પરનો કાયદો કે ડંફાસભર્યા શબ્દો કે આગ ઓકતાં ભાષણો નથી, પણ અહિં સક

સંગઠન, શિસ્ત અને ત્યાગની શક્તિ છે. જો આપણે ત્યાં લોકશાહીયુકત સ્વરાજ હશે— અને અહિં સા મારફતે સ્વતંત્રતા મેળવી હશે, તો કિસાનોને બધા પ્રકારની સત્તા પ્રાપ્ત થવી જોઈએ— જ ેમાં રાજકીય સત્તાનો પણ સમાવેશ થઈ જાય છે, એ વિશે મને કોઈ શંકા નથી. ઘણાં વરસો પર મેં એક કવિતા વાંચી હતી, જ ેમાં ખેડૂતને જગતના તાત તરીકે વર્ણવવામાં આવ્યો છે. ઈશ્વર જો આપનાર છે, તો ખેડૂત તેના હાથ છે. તેનું ઋણ ચૂકવવા માટે આપણે શું કરીશું? આજ સુધી આપણે એની મજૂ રીના પરસેવા પર જીવ્યા. [મહાત્મા ગાંધીના વિચારોમાંથી] 

88

[ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીવિચારની ગીતા : મહાત્મા ગાંધીના વિચારો

પુનઃ પુસ્તક પરિચય

ગાંધીજી વિશે ચર્ચા થાય ત્યારે તેમના વિચારને લઈને હોય એ રીતે ‘મારા વિશે’થી આ સંપાદનમાં શરૂઆત

સમજદાર લોકોની પણ ગેરસમજ વ્યાપક છે, તેવું હં મેશાં પ્રતીત થયા કરે છે. એનું એક કારણ ગાંધીજીએ અનેક વિષયો પર એકથી વધુ વખત વિચાર વ્યક્ત કર્યા તે હોઈ શકે. પણ તેનાથી ગેરસમજ કરવાનું કોઈ કારણ બનતું નથી. તેમણે પોતે જ આ અવઢવને સરળ કરી આપતાં લખ્યું છે કે ‘પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જ ેવું જણાય ત્યારે , જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને પ્રમાણભૂત માને.’ (હરિજનબંધુ, ૩૦-૪-૧૯૩૩) ગાંધીજીએ વ્યક્ત કરે લા વિવિધ વિષય પરનાં લખાણોની શબ્દોમાં સંખ્યા દોઢ કરોડની આસપાસ પહોંચે છે અને સ્થાનિકથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ગાંધીજી પર દરરોજ કોઈને કોઈ સંપાદન-સંશોધન પ્રગટ થતું રહે છે. આ સંજોગોમાં કોને વિશ્વાસપાત્ર માનીને આગળ વધવું એ પ્રશ્ન તો બની જ રહે છે. તેના જવાબરૂપે જો કોઈ એક પુસ્તક મૂકવું હોય તો આર. કે. પ્રભુ અને યુ. આર. રાવ સંપાદિત Mind of Mahatma પુસ્તક મૂકી શકાય. ગુજરાતીમાં તેનો અનુવાદ મહાત્મા ગાંધીના વિચારો નામે પ્રકાશિત થયો છે. ગાંધીજીના જીવનની ફિલસૂફીની સૂક્ષ્મદૃષ્ટિ આ પુસ્તકમાં ઝીલાઈ છે. ગાંધીજી પોતાનો પરિચય આપતા મહાત્મા ગાંધીના વિચારો સંકલન અને સંપાદનૹ આર. કે. પ્રભુ, યુ. આર. રાવ પ્રકાશકૹ નૅશનલ બુક ટ્રસ્ટ, વર્ષ 2000માં પ્રકાશિત પહે લી આવૃત્તિનું બીજુ ં પુનર્મુદ્રણ ૹ 2011 પેપરબેક સાઇઝૹ 5.5 "×8.5" ISBNૹ 978-81-237-3405-7 પાનાંૹ 28+524 • ૱ 140

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

થઈને અનુક્રમે સત્ય, નિર્ભયતા, શ્રદ્ધા, અહિં સા, સત્યાગ્રહ, અપરિગ્રહ, શ્રમ, સર્વોદય, ટ્રસ્ટીશિપ, બ્રહ્મચર્ય, સ્વતંત્રતા અને લોકશાહી, સ્વદેશી, બંધુત્વ પર તેમના વિચારો મુકાયા છે. ગાંધીજીના બૃહદ્ સાહિત્યને આ રીતે તારવીને મૂકવું અને તેમાં ગાંધીજીના વિચારનો જરાસરખો લોપ ન થાય તે રીતે મૂકવું બેશક કપરું કામ હતું, પણ ગાંધીજીનાં આ લખાણો પ્રમાણભૂત છે કે નહીં, તેની પૂરી કાળજી સંપાદકોએ લીધી છે. અને એટલે જ જ્યારે તેનો પ્રથમ ડ્રાફ્ટ તૈયાર થયો ત્યારે વાંચવા અર્થે ગાંધીજીને આપ્યો ને તેમણે તેને વાંચીને સંપાદકોના પ્રયાસોને બહાલી આપી હતી. બંને સંપાદકોની પહે લી મુલાકાત ગાંધીજી સાથે ૨૭ જૂ ન, ૧૯૪૪ના રોજ પૂનામાં આવેલા નિસર્ગોપચાર કેન્દ્રમાં થઈ. રાવ પ્રસ્તાવનામાં આ વિગત નોંધતા ગાંધીજી પ્રભુને ઉદ્દેશીને જ ે કહે છે તે ટાંકે છેૹ ‘તું મારાં લખાણની ભાવનાના રં ગમાં પૂર્ણપણે રં ગાયેલો છે.’ આવા બે સજ્જ સંપાદકોએ તૈયાર કરે લા પાંચસો ઉપરાંત પાનાંનાં પુસ્તકમાં ગાંધીજીના જીવનની ફિલસૂફીની સૂક્ષ્મદૃષ્ટિ ઝીલાઈ છે. વિશાળ ગાંધીસાહિત્યમાંથી ખૂબ ઝીણવટપૂર્વક ચૂંટીને અહીં મૂકવામાં આવ્યા છે તેમ લાગ્યા વિના રહે તું નથી. આટલા ઉમદા અને ઉચ્ચ દરજ્જાના સંપાદનકર્મ પછી પણ સંપાદકોની નમ્રતા તેમના અર્પણમાં પ્રગટે છેૹ ‘આ પુસ્તક મહાદેવ દેસાઈને સમર્પિત છે જ ેમણે આનું સંકલન કરવું જોઈતું હતું.’ વિનોબા ભાવે અને સર્વપલ્લી રાધાકૃ ષ્ણનના બે બોલ સંપાદકો માટે વધુ માનની લાગણી જન્માવે છે. કિરણ કાપુરે [૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક, જુ લાઈ-સપ્ટે. ૨૦૧૭માંથી]

89


અંત્યોદયનું અર્થશાસ્ત્ર: અન્ટુ ધિસ લાસ્ટ

ગાંધીજી

પર પ્રભાવ પાડનારા ત્રણ મહાપુરુષોમાંના એક તે જૉન રસ્કિન. એમના પુસ્તક Unto this Last ના વાચનથી ગાંધીજીના જીવનમાં બાખૂબ પરિવર્તન આવેલું. અર્થશાસ્ત્ર પરના રસ્કિનના ચાર નિબંધોને સમાવતું આ પુસ્તક આપણને આપણી પરં પરા તરફ ઉજાગર કરે છે તો સાથે સાથે શાશ્વત વિચારને સમયનાં અને ભૂગોળનાં બંધન ક્યારે ય નડતાં નથી એની પ્રતીતિ પણ કરાવે છે. આ ચાર નિબંધો પુસ્તકાકાર પૂર્વે કોર્નિહિલ મૅગેઝિનમાં હપતાવાર પ્રકાશિત થયા હતાૹ ‘પ્રતિષ્ઠાનાં મૂળ’, ‘સંપત્તિની ધોરી નસ’, ‘અદલ ન્યાય’ અને ‘ખરું મૂલ્ય’. આ પુસ્તકનો સાર ગાંધીજીએ સર્વોદય નામની પુસ્તિકા દ્વારા આપણને આપ્યો હતો, પરં તુ રસ્કિનના આ પુસ્તકનો ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદ છેક ૧૯૯૫માં પ્રગટ થયો હતો. આ અનુવાદની બીજી સંવર્ધિત આવૃત્તિ એપ્રિલ ૨૦૧૩માં પ્રકાશિત થઈ હતી, જ ે ટૂ કં સમયમાં જ ખપી જતાં જૂ ન મહિનામાં તેનું પુનર્મુદ્રણ કરાયું. એ પછી આ વર્ષે તેનું નવા ટાઇપસેટિગ ં અને લેઆઉટમાં પુનઃપ્રકાશન થયું. રસ્કિનના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ અર્થશાસ્ત્રના પૂર્વ અધ્યાપક ચિત્તરં જન વોરાએ કર્યો છે. અન્ટુ ધિસ લાસ્ટનો કોઈ વિકલ્પ નથી એવા શીર્ષક હે ઠળ પ્રા. એમ. એલ. દાંતવાલાનું પુસ્તક પરત્વેનું ભાષ્ય અમૂલ્ય છે. સાહિત્યજ્ઞ-ઇતિજ્ઞ શ્રી મનુભાઈ પંચોળીની ટૂ કં ી પણ હૃદયસ્પર્શી પ્રસ્તાવના આપણને હાથવગી થઈ છે. પ્રા. દેવવ્રત પાઠક ધ્યાનાર્હ રીતે કહે છે કે આ પુસ્તક અન્ટુ ધિસ લાસ્ટ લેૹ જૉન રસ્કિન અનુવાદ અને સમજૂ તીૹ ચિત્તરં જન વોરા પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2017 પેપરબૅક સાઇઝૹ 5.5 "×8.5" ISBNૹ 978-81-7229-804-3 પાનાંૹ 168 • ૱ 170

90

ગુજરાતીમાં જ લખાયેલું છે અને અનુવાદ નથી એવી પ્રતીતિ થાય છે તે અનુવાદકની મોટી સિદ્ધિ છે. રસ્કિનના આર્થિક વિચારોના તાત્પર્યને સરળ બોધ દ્વારા લોકગત કર્યાં છે એ આ અનુવાદનું ઊજળું પાસું છે. પુસ્તકમાં રસ્કિનના જીવનની મહત્ત્વની દિનવારી આપીને ઉમદા કાર્ય કર્યું છે. ‘અર્થશાસ્ત્ર’ અને ‘ગાંધીવિચાર’ના સંદર્ભમાં દરે ક ફકરાની જ ે સમજૂ તી આપી છે તે આ પુસ્તકનું મહત્ત્વનું અંગ છે. આ પુસ્તક મારફતે રજૂ થયેલા આર્થિક વિચાર ઓગણીસમી સદીના સમાજને ધ્યાનમાં રાખીને અને એ અગાઉ જ ે આર્થિક વિચાર અન્યો દ્વારા પ્રસ્તુત થયેલા તેને જનસમક્ષ રાખીને આપણી પ્રત્યક્ષ થયા હોવા છતાંય એમાં અભિવ્યક્ત થયેલા વિચાર એકવીસમી સદીમાં પણ તાજગીભર્યા જણાય છેૹ જીવન કરતાં અધિક એવી સંપત્તિ અન્ય કોઈ નથી. જીવન એ જ સંપત્તિ છે, પ્રેમ, આનંદ અને કૃ તજ્ઞતાની શક્તિ વડે સામર્થ્યભર્યું જીવન. જ ે રાષ્ટ્ર આવી અણમોલ ગુણસંપદાથી વિભૂષિત, પ્રસન્નતાથી છલકાતી વ્યક્તિઓને કેળવીને ઉછેરે છે, તે રાષ્ટ્ર શ્રેષ્ઠ સંપત્તિવાળું સમૃદ્ધ રાષ્ટ્ર છે. જ ે વ્યક્તિ પોતાની જવાબદારીઓ પૂર્ણ કરી પોતાને તો ઉપયોગી થઈ જ છે, પણ પોતાનાં જીવન અને સાધન-સંપત્તિ વડે બીજાઓને પણ ઉપયોગી થવામાં પોતાના જીવનની સાર્થકતા સમજ ે છે, તે વ્યક્તિનું જીવન મહાન છે (ફકરો ૨૭૫). ઇતિ. ગાંધીજી આવા મહામાનવ હતા. રસ્કિનના આ પુસ્તકને આપણે આ સંદર્ભે અવલોકવું જોઈએ. ગાંધીજીની દૃષ્ટિએ અનુકરણીય એવા રસ્કિનના યોગ અને ક્ષેમના વિચાર તત્ત્વ-સત્ત્વને આપણે આપણામાં ઉતારીએ અને છેવાડાના જણ સુધી સર્વોદયી ભાવનાથી એનું અમલીકરણ કરીએ. રસેશ જમીનદાર નારણપુરા, અમદાવાદ [૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક, જુ લાઈ-સપ્ટે. ૨૦૧૭માંથી]

[ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


આજનો ટૅ ક્‌નૉલૉજિકલ સમાજ એરિક ફ્રોમ ટૅક્‌નૉલૉજિથી આજનું માનવ જીવન વધુ સરળ બન્યું છે, તેમાં કોઈ બેમત નથી. પરં તુ જ્યારે ટૅક્‌નૉલૉજિ માનવ સમાજ પર હાવી થઈ જાય અને માનવજીવન તેના આધારિત જ થઈ જાય, ત્યારે તે માનવ અસ્તિત્વ અને માનવતા પર જોખમ ઊભું કરે છે. વર્તમાન સમયે આપણે આવા જ માહોલમાં જીવી રહ્યા છીએ, જ્યાં ટૅક્‌નૉલૉજિ માનવ જીવન પર તેની વિપરીત અસર સર્જી રહી છે. વિશ્વના જાણીતા ચિંતકો-વિચારકોએ આ માર્ગનાં જોખમો વિશે સમયાંતરે લખ્યું છે, તેમાંનું એક ટોચનું નામ માનવતાવાદી વિચારક એરિક ફ્રોમનું પણ છે. ટૅક્‌નૉલૉજિને કારણે સર્જાયેલી ૧૯૦૦ • ૧૯૮૦ માનવતાની કટોકટીને એરિક ફ્રોમે તેમના જાણીતા પુસ્તક ધ રિવોલ્યુશન ઑફ હોપ (આશાની ક્રાંતિ; અનુવાદૹ કાંતિ શાહ)માં તર્કબદ્ધ રીતે પણ સરળતાથી સમજાવી છે. આ પુસ્તકના એક પ્રકરણથી હ્રાસ થઈ રહે લાં માનવમૂલ્યોના પ્રમાણ મળે છે. હવે આગળ એરિક ફ્રોમ…

આજની આપણી ટૅક્‌નૉલૉજિકલ સમાજવ્યવસ્થા વસ્તુ ટૅક્‌નિકલ દૃષ્ટિએ શક્ય હોય એટલે આપણે તે

કઈ રીતે કામ કરે છે અને માણસ ઉપર તેની કેવી અસર થાય છે, તે સમજવું જરૂરી છે. આજની આ સમાજવ્યવસ્થા મુખ્યત્વે બે સિદ્ધાંત ઉપર રચાયેલી છે અને દરે ક માણસનાં વિચારો ને કાર્યો આ બે સિદ્ધાંતોથી દોરવાય છે. એમાંનો પહે લો સિદ્ધાંત એ છે કે અમુક વસ્તુ ટૅક્‌નિકલ દૃષ્ટિએ કરવાનું શક્ય હોય, તો તે કરવી જ જોઈએ. એ અણુ-શસ્ત્રો બનાવવાનું શક્ય હોય, તો આપણે તે બનાવવાં જ જોઈએ, પછી ભલે ને તે આપણા બધાનો ઘડો લાડવો કરી નાખે તેમ હોય! જો ચંદ્ર ઉપર કે બીજા ગ્રહો ઉપર પહોેંચવાનું શક્ય હોય, તો આપણે ત્યાં પહોંચવું જ જોઈએ, પછી ભલે ને તેને લીધે માનવજાતની બીજી કેટલીયે જરૂરિયાતો વણસંતોષાયેલી રહે તી હોય! માનવતાવાદી પરં પરાએ વિકસાવેલાં બધાં જ મૂલ્યોનો આ સિદ્ધાંત ઇનકાર કરે છે. માનવતાવાદી પરં પરા એમ કહે છે કે કોઈ પણ વસ્તુ ત્યારે કરવી જોઈએ, કે જ્યારે તે માણસને માટે, તથા તેના વિકાસ, આનંદ અને વિવેકબુદ્ધિ માટે જરૂરી હોય અને તે સત્યમ્, શિવમ્, સુંદરમ્ હોય. પરં તુ એક વાર તમે એવો સિદ્ધાંત બનાવી દો કે કોઈ પણ नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

કરવી જ જોઈએ, તો બીજાં બધાં જ મૂલ્યો ધોવાઈ જાય છે, અને એક માત્ર ટૅક્‌નૉલૉજિકલ વિકાસ જ નીતિશાસ્ત્રનો પાયો બની બેસે છે. આજની આપણી સમાજવ્યવસ્થાનો બીજો સિદ્ધાંત છે, વધારે માં વધારે કાર્યક્ષમતા અને વધારે માં વધારે ઉત્પાદન. એમ માનવામાં આવે છે કે માણસનું સ્વતંત્ર વ્યક્તિત્વ ભૂંસાઈ જાય, અને માણસો બધા યંત્રના પુરજાની માફક કામ કરતા થઈ જાય, તો આ સમાજનું તંત્ર વધુ કાર્યક્ષમ રીતે કામ કરી શકે. નોકરશાહી તંત્ર માટે આવા માણસોને સંભાળવાનું વધુ સહે લું થઈ પડતું હોય છે. પરં તુ આ આર્થિક કાર્યક્ષમતાનો સવાલ ઝીણવટથી વિચારવા જ ેવો છે. ઓછામાં ઓછી સાધનસામગ્રી વાપરીને વધુમાં વધુ ઉત્પાદન મેળવવું, એ આર્થિક દૃષ્ટિએ કાર્યક્ષમ વસ્તુ ગણાય છે. પરં તુ આ વાતને ઐતિહાસિક તેમ જ ઉત્ક્રાંતિના સંદર્ભમાં તપાસવી જોઈએ. જ ે સમાજની અંદર ભૌતિક સાધનસામ્રગીની અછત હોય, તેમાં સ્વાભાવિક રીતે આ સવાલ વધુ મહત્ત્વનો બને છે, પણ સમાજની ઉત્પાદન-શક્તિ જ ેમ જ ેમ વધતી જાય છે, તેમ તેમ આ બાબતનું મહત્ત્વ ઓછુ ં થતું જાય છે. વળી, કાર્યક્ષમતા અંગે વિચારતી વખતે સ્થળ ને કાળનો ખ્યાલ રાખવો પણ જરૂરી બને છે. 91


ઔદ્યોગિકીકરણમાં ઉત્પાદનની અમર્યાદ દોટનો નમૂનો રજૂ કરતી ચાર્લી ચેપ્લિન અભિનીત ‘મોર્ડન ટાઇમ્સ’ ફિલ્મ

સંકુચિત વ્યાખ્યા અનુસાર અમુક વસ્તુ બહુ જ કાર્યક્ષમ લાગતી હોય, પણ જરા વ્યાપકપણે અને દૂરનો વિચાર કરતાં તે જ વસ્તુ અત્યંત બિનકાર્યક્ષમ જણાય. અર્થશાસ્ત્રની અંદર હવે દિવસે દિવસે ‘પડોશી અસરો’ અંગેની સભાનતા વધતી જાય છે. પડોશી અસરો એટલે એવી અસરો, કે જ ે પ્રત્યક્ષ તુરત દેખાય નહીં અને નફાની તેમ જ લાગત-ખર્ચની ગણતરી કરતી વખતે પણ જ ે ખ્યાલમાં ન લેવાય. તેનું ઉત્પાદન વગેરે પ્રત્યક્ષ જ ે દેખાય તે જોતાં અમુક ઔદ્યોગિક કારખાનું અત્યંત કાર્યક્ષમ છે એમ આપણે માની લઈએ, પરં તુ સમાજમાં તેને લીધે બીજી ઘણી ખરાબ અસરો થતી હોય તે આપણા ખ્યાલમાં ન આવે. દાખલા તરીકે તે કારખાનામાંથી નીકળતો ઝેરી કચરો આજુ બાજુ ના પાણીને તેમ જ હવાને દૂષિત કરે તેની બહુ ભારે કિંમત સમાજ ે ચૂકવવી પડતી હોય છે, અને એ દૃષ્ટિએ એ કારખાનું અત્યંત બિનકાર્યક્ષમ પણ પુરવાર થઈ શકે. એટલે કાર્યક્ષમતાની બાબતમાં આપણે એવાં કેટલાંક ધોરણો વિકસાવવાં પડશે જ ે ટૂ કં ી દૃષ્ટિએ નહીં પણ દૂર-દૃષ્ટિથી મુલવણી કરતાં હોય અને સમગ્રપણે સમાજના હિતનો ખ્યાલ રાખતાં હોય. આખરે મૂળ વાત તો એ કે અમુક પદ્ધતિ કાર્યક્ષમ ગણાય કે ન ગણાય તે અંગે વિચારતી વખતે માનવીય તત્ત્વને એક પાયાની બાબત ગણવી જોઈએ. 92

આજ ે તો આપણે ઠેર ઠેર જોઈએ છીએ કે કાર્યક્ષમતાને નામે ભારે અમાનવીકરણ થઈ રહ્યું છે. માત્ર કંપનીના ને કારખાનાના લાભની સાંકડી દૃષ્ટિએ જોઈએ તો યંત્રના પુરજાની જ ેમ એકધારું ચીંધ્યું કામ કર્યે રાખતા કામદારોને લીધે કંપનીની કાર્યક્ષમતા બહુ જ વધી ગયેલી લાગે. પરં તુ કામદારોના પોતાના માનવીય વિકાસની દૃષ્ટિએ વિચારીએ, તો જણાશે કે આવા યંત્રવત્ કામને લીધે એમનામાં હતાશા, અસ્વસ્થતા અને અસમાધાનની લાગણી જન્મે છે અને તેને પરિણામે પછી તેઓ કાં તો ઉદાસીન બનતા જાય છે, કાં સમાજ પ્રત્યે ઘૃણા ને દ્વેષ કેળવતા જાય છે. અને જરા લાંબી દૃષ્ટિએ જોઈએ, તો સરવાળે કાર્યક્ષમતા પણ સધાઈ ન જ કહે વાય, કેમ કે કંપનીએ તેમ જ સમાજ ે આની બહુ ભારે કિંમત ચૂકવવી પડતી હોય છે. ‘અમેય માણસ છીએ,’ અને ‘આ કાંઈ માણસને શોભે એવું કામ નથી,’ એવા પ્રત્યાઘાત કામદારોને મોઢેથી અવારનવાર સાંભળવા મળે છે. આ બધાની અસર એમના માનસ ઉપર પણ પડે છે. તેઓ ચીલાચાલુ ઘરે ડમાં અને નોકરશાહી માનસથી વિચારતા થઈ જાય છે. એમની સર્જનાત્મકતા મંદ પડી જાય છે. માનસિક હતાશા, તંગદિલી વગેરેની અસર એમના સ્વાસ્થ્ય ઉપર, એમના પોતાની પત્ની ને બાળકો સાથેના સંબંધ ઉપર તથા જવાબદાર નાગરિક તરીકેની એમની [ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ફરજો ઉપર પણ પડ્યા વિના રહે તી નથી. આમ, ઉપરથી જ ે વ્યવસ્થા ખૂબ કાર્યક્ષમ લાગતી હોય, તે હકીકતમાં સાવ બિનકાર્યક્ષમ પુરવાર થાય, અને તે પણ માત્ર માનવીય દૃષ્ટિએ જ નહીં, બલકે આર્થિક દૃષ્ટિએ પણ. ટૂ કં માં, કોઈ પણ હે તુપૂર્વકની પ્રવૃત્તિમાં કાર્યક્ષમતા ઇચ્છનીય છે. પરં તુ એ વિશે સમગ્રપણે બહુ વ્યાપક દૃષ્ટિથી વિચાર થવો જોઈએ. તેમાં માનવીય તત્ત્વનોયે ખ્યાલ રખાવો જ જોઈએ. અને છેવટે એ પણ ધ્યાનમાં રહે વું જોઈએ કે કાર્યક્ષમતા એ જ મુખ્ય કસોટી ન ગણાવી જોઈએ. આજની સમાજવ્યવસ્થાનો બીજો સિદ્ધાંત છે, વધુમાં વધુ ઉત્પાદનનો. આપણે ગમે તે વસ્તુ ઉત્પન્ન કરતા હોઈએ, પણ તેનું ઉત્પાદન જ ેટલું વધુ થાય તેટલું સારું, એવી માન્યતા આજ ે પ્રવર્તે છે. દેશના અર્થતંત્રની સફળતા પણ કુ લ ઉત્પાદનમાં કેટલો વધારો થયો તેના પરથી મપાય છે. એવું જ કોઈ પણ કંપનીની બાબતમાં. ઉત્પાદન હરહં મેશ વધતું ને વધતું જ રહે , એ રીતે અર્થતંત્રની વિકાસની કલ્પના કરવામાં આવે છે, અને આખરે તેની કોઈ મર્યાદા આવશે એમ કલ્પવામાં આવતું જ નથી. બે દેશ વચ્ચેની સરખામણી પણ આ સિદ્ધાંત અનુસાર જ કરવામાં આવે છે. આર્થિક વિકાસની અંદર અમેરિકા કરતાં વધુ ઝડપી વધારો સાધીને રશિયા તેના કરતાં આગળ નીકળી જવા ઇચ્છે છે. સતત અને અમર્યાદિત દોટનો આ સિદ્ધાંત ઔદ્યોગિક ઉત્પાદનની જ ેમ બીજાં ક્ષેત્રોમાં પણ લાગુ પાડવામાં આવે છે. શિક્ષણની બાબતમાં પણ આ જ માપદંડૹ જ ેમ વધુ ને વધુ સ્નાતકો બહાર પડે તેમ વધુ સારું. તેવું જ રમતગમતના ક્ષેત્રમાંૹ દરે ક નવો વિક્રમ નોંધાય તેને પ્રગતિની નિશાની માનવામાં આવે છે. અરે , આબોહવા પ્રત્યે પણ જાણે આ જ સિદ્ધાંતના દૃષ્ટિકોણથી જોવાય છે. ભારપૂર્વક એમ કહે વામાં આવે છે કે આજનો દિવસ “છેલ્લા દસકામાં સૌથી વધારે ગરમમાં ગરમ દિવસ હતો,” અથવા ઠંડામાં ઠંડો, અને હં ુ એમ ધારું છુ ં કે પોતાને પડેલી અગવડ છતાંયે પોતે એક વિક્રમસર્જિત ઉષ્ણતામાનના સાક્ષી બન્યા એવી नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

ગૌરવભરી લાગણીથી ઘણા લોકો રાહત અનુભવતા હશે. આવા તો અસંખ્ય દાખલાઓ આપી શકાય. સંખ્યામાં સદાય વધારો ને વધારો થતો રહે એ જ જાણે આપણા જીવનનું ધ્યેય ન હોય! હકીકતમાં આજ ે ‘પ્રગતિ’નો અર્થ આ જ મનાય છે. ગુણવત્તાનો સવાલ અથવા તો આ બધી દોટ શા માટે એવો સવાલ બહુ થોડા લોકો ઉઠાવે છે. અને જ ે સમાજના કેન્દ્રમાં હવે માણસ રહ્યો નથી અને જ ેમાં સંખ્યાએ બીજી બધી વસ્તુને દબાવી દીધી છે, તેમાં આવું બને તે સ્વાભાવિક છે. એ વાત સહે લાઈથી નજરમાં આવે એવી છે કે ‘વધુ તે સારું’નો આ સિદ્ધાંત આખીયે સમાજવ્યવસ્થામાં અસમતુલા ઊભી કરે છે. જો માણસની બધી જ શક્તિ આવી આંધળી દોટ પાછળ લાગે, તો પછી જીવનની ગુણવત્તાનું કોઈ મહત્ત્વ રહે નહીં, તથા પ્રવૃત્તિઓ જ ે એક વાર સાધનરૂપ હતી, તે સાધ્ય જ બની બેસે. હવે, વધુ ને વધુ ઉત્પાદન કરવું એ જ જો સર્વોચ્ચ આર્થિક સિદ્ધાંત હોય, તો વાપરનારાઓએ વધુ ને વધુ માંગ માટે એટલે કે વધુ ને વધુ વાપરવા માટે તૈયાર રહે વું જોઈએ. ઉદ્યોગો વધુ ને વધુ ચીજવસ્તુઓ માટેની વાપરનારાઓની સ્વયંસ્ફૂર્ત માંગ ઉપર આધાર રાખતા નથી. જૂ ની ચીજવસ્તુ હજી ઘણા લાંબા વખત સુધી ચાલે તેમ હોય, તોયે ઉદ્યોગો ઘણી વાર ગ્રાહકોને તેની જગ્યાએ નવી નવી ચીજવસ્તુ ખરીદવાની ફરજ પાડે છે. નવી નવી ફે શનો દ્વારા તેઓ ગ્રાહકોને એમની જરૂરિયાત કરતાં વધારે ખરીદવાની મનોવૈજ્ઞાનિક રીતે ફરજ પાડે છે. ઉદ્યોગોને તો વધુ ને વધુ ઉત્પાદન કરવું છે અને વધુ ને વધુ માલ ખપાવવો છે. એટલે તેઓ ગ્રાહકોની જરૂરિયાતો અને માગ ઉપર આધાર રાખીને બેસી રહે તા નથી, પણ જાહે રાતો અને પ્રચાર ઉપર જ એમનો ઝોક વધારે રહે છે. આ જાહે રખબરો ગ્રાહકોની સ્વતંત્રતા ઉપર મોટી તરાપરૂપ છે. અમેરિકામાં ૧૯૬૬ના વરસ દરમિયાન છાપાંઓ, સામયિકો, રે ડિયો, ટેલિવિઝનમાંની જાહે ર ખબરો પાછળ કુ લ ૧૬૫૦ કરોડ ડૉલર ખચાર્યા હતા. આપણને આવડો મોટોે આંકડો જોઈને કદાચ એમ લાગે કે માણસની બુદ્ધિશક્તિ, હોશિયારી, 93


કાગળ અને છાપકામનો આટલો બધો વિવેકહીન ને નકામો વ્યય! પરં તુ આજ ે તો એમ મનાય છે કે વધુ ને વધુ ઉત્પાદન અને વધુ ને વધુ વપરાશ એ તો આજના અર્થતંત્રની જીવાદોરી સમાન છે, તથા એમ ન થાય તો આ અર્થતંત્ર ભાંગી જ પડે. આવી માન્યતાને લીધે જાહે રખબરો પાછળ થતો આટલો બધો ખર્ચો વિવેકહીન કે નકામો મનાતો નથી, બલકે અત્યંત જરૂરી મનાય છે. ઉત્પાદન અને વેચાણના આલેખને ઊંચે ને ઊંચે લઈ જવા માટે આપણે બહુ ભારે કીમત ચૂકવવી પડે છે. આ આંધળી દોટ જો અટકી પડે, તો શું નું શું થઈ જાય એવી ફડક આજ ે લોકોનાં મનમાં પેસી

ગઈ છે. ધીરધાર કરનાર એક આગેવાન બૅન્કરે હમણાં કહ્યું હતુંૹ “કપડાં એની ઉપયોગિતા પૂરતાં જ ખરીદાશે. ખાવાપીવાની ચીજવસ્તુ કરકસરનો તેમ જ પૌષ્ટિકતાનો ખ્યાલ રાખીને ખરીદાશે. દર વરસે મોટર કાઢી નાખવાનું અને નવાં નવાં મોડેલો ખરીદવાનું બંધ થશે. એટલે એકની એક મોટર દસપંદર વરસ સુધી એનો એ માલિક જ વાપરશે. મકાનો વગેરે પણ કાયમની રહે વાની દૃષ્ટિએ બંધાશે, અને ભાતભાતના પ્લાન મુજબ નવાં નવાં મકાન બાંધવાની વૃત્તિ નહીં રહે . આવું થશે ત્યારે નવાં નવાં મોડલો, નવી નવી ફે શનો, નવી નવી રીતભાતો ઉપર જ નભતા આજના બજારનું શું થશે?” 

નિવૃત્તિ નોંધ શ્રી શશીકાંત તુ. પટેલ, હિસાબ વિભાગ શ્રી શશીકાંતભાઈ નવજીવનમાં સાડા ત્રણ દાયકા સેવા આપીને તા. ૨૮-૦૨-૧૮ના રોજ વયનિવૃત્ત થયા છે. શશીકાંતભાઈને લાંબી સેવા બદલ શાલ ઓઢાડી તથા ચરખો ભેટ આપીને સન્માનવામાં આવ્યા. સેવાકાળ દરમિયાન હિસાબ વિભાગમાં તેમણે ચોકસાઈપૂર્વક કાર્ય કર્યું. નિયમિતતા અને સંસ્થા પ્રત્યેની નિષ્ઠા તેમના વિશેષ ગુણ રહ્યા છે. હિસાબ વિભાગની સેવા અગાઉ શશીકાંતભાઈએ ચેકબુક પ્રિન્ટિંગમાં ચેકર તરીકે કાર્ય કર્યું હતું. યુવાન વયે નવજીવનમાં જોડાનાર શશીકાંતભાઈનો સંસ્થા પ્રત્યે હં મેશાં સમર્પણભાવ રહ્યો છે. કોઈ પણ કામને યોગ્ય રીતે પાર પાડવું, તે શશીકાંતભાઈની વિશેષતા રહી છે. નવજીવનમાંથી તેમની વિદાય ચોક્કસ એક ખાલીપો સર્જશે. નવજીવન પરિવાર વતી શ્રી શશીકાંતભાઈને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે દિલથી શુભેચ્છા.

શ્રી નાગરભાઈ હ. અઘારા, ઓફસેટ વિભાગ શ્રી નાગરભાઈ નવજીવનમાં સાડા ત્રણ દાયકાથી વધુ સેવા આપીને તા. ૨૧-૦૨-૧૮ના રોજ વયનિવૃત્ત થયા છે. નવજીવનમાં તેમની લાંબી કારકિર્દીમાં તેમણે મશીન મેન તરીકે શરૂઆત કરી હતી. કેટલાંક વર્ષો તેમણે એસ્ટેટ વિભાગમાં સેવા આપી અને ત્યાર બાદ તેઓ ઓફસેટ વિભાગમાં જોડાયા હતા. મહે નત કરવામાં પાછળ ન પડનાર નાગરભાઈ કોઈ પણ કામને જોશભેર ઉપાડી લેતા. સંસ્થાનું દરે ક કાર્ય તેઓ ખંતપૂર્વક ઉપાડી લેતા અને એટલાં જ ઉત્સાહથી તે કાર્ય પૂર્ણ કરતા. નવજીવનની સફળતાની પૃષ્ઠભૂમિમાં સંસ્થાના આવા અનેક સેવકોનો ફાળો રહ્યો છે. નાગરભાઈને પણ લાંબી સેવા બદલ શાલ ઓઢાડી અને ચરખો ભેટ આપીને સન્માનવામાં આવ્યા. નવજીવન પરિવાર શ્રી નાગરભાઈને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપે છે. 94

[ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


પ્રથમ પગલું લિયો ટૉલ્સ્ટૉય

૧૮૨૮ • ૧૯૧૦

જીવનમાં નૈતિક ઊથલપાથલ વેળાએ નિર્ણય કેમ કરવો તે માટે ટૉલ્સ્ટૉયનો એકેએક શબ્દ માર્ગદર્શક બને એમ છે. સાથે સાથે તેઓ પોતાનાં લખાણમાં સમાજમાં પ્રવર્તતી અંધાધૂંધીને પણ સારી પેઠ ે દર્શાવી શક્યા છે. ટૉલ્સ્ટૉયના જુ દે જુ દે વખતે લખેલાં નિબંધરૂપી આવાં સાહિત્યનો—ચૂપ નહીં રહે વાય—પુસ્તકના નામે ચંદ્રશંકર પ્રાણશંકર શુકલએ સુઘડ અનુવાદ કર્યો છે. જીવનનો માર્ગ દર્શાવતા આ નિબંધસંગ્રહમાંથી ‘પ્રથમ પગલું’ પ્રકરણના સંપાદિત અંશો અહીં મૂક્યા છે, જ ે વાંચતી વેળાએ વાચક ટૉલ્સ્ટૉયે એ કાળના મિજબાની-જાફતોનું જ ે વર્ણન કર્યું છે તે આજ ે પણ એમનું એમ જ—રતીભાર પણ ફરક પડ્યા વિનાનું—હોવાનું અનુભવી શકાય છે…

જ ે માણસ અકરાંતિયો થઈને ખાય તે આળસની છે; જ્યારે અકરાંતિયાપણું એથી ઊલટા પ્રકારના

સામે લડી ન શકે; અને અકરાંતિયો ને આળસુ માણસ કામવિકારની સામે કદી લડી ન શકે. તેથી સદાચારના સર્વ ઉપદેશોમાં એમ કહે લું હોય છે કે સંયમનો–આત્મનિગ્રહનો–આરં ભ અકરાંતિયાપણાના વિકાર સામેની લડતથી થાય છે–ઉપવાસથી થાય છે. પણ આપણા જમાનામાં સદાચારી જીવનની સાધના એટલા લાંબા વખતથી ને એટલી બધી લુપ્ત થઈ ગઈ છે કે સહુથી પ્રથમ સદ્ગુણ જ ે સંયમ–જ ેના વિના બીજા સદ્ગુણો અપ્રાપ્ય છે–તે નકામો મનાય છે, એટલું જ નહીં પણ આ પ્રથમ સદ્ગુણની પ્રાપ્તિ માટે સાધનાનો જ ે આવશ્યક ક્રમ છે તેની પણ અવગણના થાય છે. ઉપવાસ તો સાવ ભુલાઈ ગયા છે; અથવા તો એને ઘેલો વહે મ, ને સાવ બિનજરૂરી વસ્તુ માનવામાં આવે છે. અને છતાં, સદાચારી જીવનની સૌથી પહે લી શરત જ ેમ સંયમ છે, તેમ સંયમી જીવનની પહે લી શરત તે ઉપવાસ છે. માણસ ઉપવાસ કર્યા વિના સદાચારી થવાની ઇચ્છા રાખી શકે, સદાચારનાં સ્વપ્નાં સેવી શકે; પણ પગ ઉપર ઊભા થયા વિના ચાલવું જ ેટલું અશક્ય છે તેના જ ેટલું જ ઉપવાસ વિના સદાચારી बनवु અશક્ય છે. ઉપવાસ સદાચારી જીવનની એક અનિવાર્ય શરત नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

જીવનનું પ્રથમ ચિહ્ન છે અને હં મેશાં હતું. અને દુર્ભાગ્યે આ દુર્ગુણ આપણા જમાનાના મોટા ભાગના માણસોના જીવનમાં ઘણા જ મોટા પ્રમાણમાં પ્રવર્તે છે. આપણા વર્ગના ને જમાનાના માણસોના ચહે રા અને શરીરના બાંધા તરફ નજર નાખી જુ ઓ. લબડતા ગાલ ને હડપચીવાળા એ બધા ચહે રાઓ પર, એ જાડી ચરબીવાળા હાથપગ ને ફાંદવાળાં પેટ પર, વિષયી જીવનની છાપ ન ભૂંસાય એવી પડેલી છે. એથી ઊલટુ ં હોઈ શકે પણ નહીં. આપણી રહે ણીકરણીનો, અને આપણા સમાજના મોટા ભાગના માણસોના જીવનના પ્રેરક હે તુનો, વિચાર કરી જુ ઓ. અને પછી તમારા મનને પૂછો કે આ મોટા ભાગના માણસોને વધારે માં વધારે રસ શામાં પડે છે? આપણા ખરા રસો છુ પાવવા, ને ન હોય તેવા ખોટા, કૃ ત્રિમ રસ હોવાનો ખોટો ડોળ કરવા ચૂપ નહીં રહે વાય લેૹ લીઓ ટોલ્સ્ટોય અનુ.ૹ ચંદ્રશંકર શુકલ, પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર 1962માં સુધારે લી બીજી આવૃત્તિનું પુનર્મુદ્રણૹ 2015 પેપર બેક સાઇઝ ઃ 4.75" x 7" ISBNૹ 978-81-7229-664-3 પાનાંૹ 4+248 • ૱ 150

95


ગરીબમાં

ગરીબથી

માંડીને

ધનિકમાં

ધનિક

સુધીના આપણ સહુ ને મન, હું માનું છુ ં કે, ખાવું એ જીવનનું મુખ્ય ધ્યેય, જીવનનો મુખ્ય આનંદ

છે. ગરીબ મજૂ રો આમાં અપવાદરૂપ છે; પણ તે એટલે જ અંશે જેટલે અંશે દારિદ્રય

તેમને આ

વિષયની લત લાગતી અટકાવે છે. એમને સમય

અને સાધનની સગવડ મળી રહે કે તરત જ તેઓ, ઉપલા વર્ગોનું અનુકરણ કરીને, સ્વાદિષ્ટ મિષ્ટાન્નો મેળવે છે

ટેવાયેલા આપણને ભલે વિચિત્ર લાગે, પણ એમને જીવનમાં વધારે માં વધારે રસ સ્વાદેન્દ્રિયને સંતોષવામાં, ખાવાનો આનંદ માણવામાં– અકરાંતિયાપણામાં પડે છે. ગરીબમાં ગરીબથી માંડીને ધનિકમાં ધનિક સુધીના આપણ સહુને મન, હં ુ માનું છુ ં કે, ખાવું એ જીવનનું મુખ્ય ધ્યેય, જીવનનો મુખ્ય આનંદ છે. ગરીબ મજૂ રો આમાં અપવાદરૂપ છે; પણ તે એટલે જ અંશે જ ેટલે અંશે દારિદ્ર્ય તેમને આ વિષયની લત લાગતી અટકાવે છે. એમને સમય અને સાધનની સગવડ મળી રહે કે તરત જ તેઓ, ઉપલા વર્ગોનું અનુકરણ કરીને, સ્વાદિષ્ટ મિષ્ટાન્નો મેળવે છે, અને ઠાંસીઠાંસીને ખાય-પીએ છે. જ ેટલું વધારે ખાય છે તેટલા તેઓ પોતાને કેવળ સુખી જ નહીં, પણ બળવાન ને નીરોગી માને છે. આહાર વિશે એવા જ વિચારો ધરાવનાર ઉપલા વર્ગો તેમની આ પ્રતીતિને ઉત્તેજન આપે છે. આહારની સૌથી વધારે ખર્ચાળ ચીજ જ ે માંસ તે સૌથી વધારે આરોગ્યપ્રદ છે એમ ફરી ફરીને કહે નાર ડૉક્ટરોની વાત સાચી માનીને શિક્ષિત વર્ગો એમ કલ્પી લે છે કે સ્વાદિષ્ટ, પૌષ્ટિક ને સહે લાઈથી પચે એવા ખોરાકોમાં–ઠાંસીઠાંસીને ખાવામાં–સુખ ને 96

આરોગ્ય રહે લાં છે; જોકે તેઓ આ વાત છુ પાવવાનો પ્રયત્ન કરે છે. ધનિક લોકોનાં જીવન જુ ઓ, તેમની વાતચીત સાંભળો. તેઓ કેવા ઉન્નત વિષયોની વાતોમાં રોકાયેલા હોય છેૹ ફિલસૂફી, વિજ્ઞાન, કલા, કવિતા, સંપત્તિની વહેં ચણી, લોકોનું કલ્યાણ અને બાળકોનું શિક્ષણ! પણ તેમાંના ઘણા મોટા ભાગને માટે તો આ બધું નર્યો ડોળ હોય છે. આ બધા વિષયો તેમના વ્યવસાયની–ખરે ખરા વ્યવસાયની–વચ્ચેનો ફુરસદનો કાળ—એટલે કે, ‘લંચ’ અને ‘ડિનર’ વચ્ચેનો, પેટ ભરે લું હોય અને વધારે ખાવું અશક્ય હોય એવો, સમય–ગાળવાનું એક સાધનમાત્ર હોય છે. પુરુષો તેમ જ સ્ત્રીઓ—ખાસ કરીને ઊગતી જુ વાની વટાવી ગયેલાં—બંનેનો એકમાત્ર સાચો ને જીવતો રસ ખાવામાં—કેમ ખાવું, શું ખાવું, ક્યાં ખાવું, ને ક્યારે ખાવું એમાં—જ હોય છે. કોઈ પણ ગંભીર, મંગલ કે ધાર્મિક પ્રસંગમાં, કોઈ પણ ઉદ્ઘાટન સમારં ભમાં સાથે જમણ વિના ચલાવી શકાતું જ નથી. લોકોને મુસાફરી કરતા નિહાળો. એમની બાબતમાં તો આ વસ્તુ વિશેષ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. તેઓ કહે છેૹ “સંગ્રહસ્થાનો, પુસ્તકાલયો, પાર્લમેન્ટ–કેવાં સુંદર સ્થળો છે! પણ આપણે જમીશું ક્યાં? સારામાં સારું જમણ ક્યાં મળે છે?” લોકો ખાસ પોશાક પહે રીને, ખુશબોદાર અત્તરો લગાવીને, ફૂલોથી શણગારે લાં ટેબલોની આસપાસ જમવા ભેગા થયા હોય એવી વેળાએ તેમને જુ ઓ—તેઓ કેટલા આનંદથી પોતાના હાથ ઘસે છે ને સ્મિત કરતા જાય છે! આપણે જો મોટા ભાગના લોકોનાં હૃદયમાં ડોકિયું કરીને જોઈ શકીએ, તો તેઓ વધારે માં વધારે શાની ઇચ્છા કરતા આપણને દેખાય છે? સવારના નાસ્તા અને સાંજના ‘ડિનર’ માટે કકડીને ભૂખ લાગવાની. [ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


બચપણથી માંડીને કડકમાં કડક સજા કઈ કરવામાં આવે છે? રોટી ને પાણી ખાઈને રહે વાની. વધારે માં વધારે દરમાયા કયા કારીગરોને મળે છે? રસોઇયાઓને. ઘરની શેઠાણીને વધારે માં વધારે રસ શામાં આવે છે? મધ્યમ વર્ગની ગૃહિણીઓની વાતચીત સામાન્યપણે કયા વિષય તરફ વળે છે? ઉપલા વર્ગોના માણસોની વાતચીત એ જ દિશામાં ન વળતી હોય તો તેનું કારણ એ નથી કે તેઓ વધારે સુશિક્ષિત હોય છે કે ઉચ્ચતર વિષયોમાં રોકાયેલા હોય છે; તેનું કારણ એટલું જ છે કે તેમને કોઈ ઘર સંભાળનાર કે ખવાસ હોય છે તે તેમને ભોજન વિશેની ચિંતામાંથી મુક્ત રાખે છે. પણ એમની આ સગવડ એક વાર છીનવી લો તો તમે જોશો કે તેમને વધારે માં વધારે ચિંતા કઈ વાતની થાય છે. એ બધી આવીને ખાવાના વિષય પર ઊભી રહે છેૹ માંસમચ્છીની કિંમત, કૉફી બનાવવાની ને કેક બનાવવાની સારામાં સારી રીત વગેરે. નામકરણ, દફન, વિવાહ, દેવળનું ઉદ્ઘાટન, મિત્રનું પ્રયાણ કે આગમન, લશ્કરી ધ્વજવંદન, કોઈ સ્મારકદિનની ઉજવણી, કોઈ મહાન વૈજ્ઞાનિક, ફિલસૂફ કે ધર્મોપદેશકની જયંતી કે પુણ્યતિથિ–એ પ્રસંગોએ માણસો એવી રીતે ભેગા થાય છે જાણે તેઓ ઊંચામાં ઊંચા વિષયોમાં રચ્યાપચ્યા હોય. પણ એ નર્યો ડોળ હોય છે. તેમને સહુને ખબર હોય છે કે એ પ્રસંગે જમણ થવાનું છે–સરસ, સ્વાદિષ્ટ આહાર ને પીણાં મળવાનાં છે; અને મુખ્યત્વે એનાથી આકર્ષાઈને તેઓ ભેળા થાય છે. એને માટે અનેક દિવસ પહે લાંથી જાનવરોની કતલ થઈ હોય છે. મેવામીઠાઈઓની દુકાનોમાંથી તરે હ તરે હની વાનીઓના કરં ડિયા આણવામાં આવ્યા હોય છે. રસોઇયાઓ ને રસોડામાં કામ કરનાર તેમનાં મદદનીશ સ્ત્રીપુરુષો ચોખ્ખાં, ઇસ્ત્રીવાળાં ખાસ ફરાક અને ટોપીઓ પહે રીને ‘કામે વળગેલાં’ હોય છે. મહિને પચાસ પાઉન્ડ કે વધારે नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

પગાર મેળવનાર રસોડાના મુકાદ્દમો હુકમો આપવામાં રોકાયેલા હોય છે. રસોઇયાઓ કાપવું, કેળવવું, શેકવું, ગોઠવવું, શણગારવું વગેરે ક્રિયાઓ કરતા હોય છે. એવા જ ભભકા ને રુઆબથી મુખ્ય હજૂ રિયો કામ કરે છે, ગણતરી કરે છે, ઊંડો વિચાર કરે છે, ને કલાકારની પેઠ ે આંખના અણસારા વડે બધું ગોઠવે છે. એક માળીને ફૂલોના શણગારનું કામ સોંપાયેલું હોય છે. આમ માણસોની એક આખી ફોજ કામે લાગેલી હોય છે. હજારો દિવસની મહે નત વપરાઈ જાય છે. અને આ બધું એટલા માટે કે માણસો ભેગા મળીને કોઈ મોટા વૈજ્ઞાનિક કે ધર્મોપદેશકને વિશે વાતો કરે , અથવા કોઈ વિદેહ મિત્રને યાદ કરે , અથવા નવા જીવનમાં પગલાં પાડતાં કોઈ નવપરિણીત દંપતીને અભિનંદન આપે. મધ્યમ અને નીચલા વર્ગોમાં એ સાવ સ્પષ્ટ દેખાય છે કે ઉત્સવ, મરણ યા વિવાહનો દરે ક પ્રસંગ એટલે અકરાંતિયો આહાર. ત્યાં એ વિષયનો ખ્યાલ જ એવો હોય છે. અતિભોજન એ કોઈ પણ સંમેલનનો હે તુ એટલે બધે અંશે હોય છે કે ગ્રીક અને ફ્રેંચ ભાષામાં ‘વિવાહ’ અને ‘જાફત’ એ બે અર્થ એક જ શબ્દથી સૂચવાય છે. પણ ધનિકોના ઉપલા વર્ગોમાં, ખાસ કરીને જ ેમની પાસે લાંબા સમયથી સંપત્તિ છે એવા સંસ્કારી લોકોમાં, ઘણી સિફતથી આ વસ્તુ છુ પાવવામાં આવે છે, અને એમ દેખાડવામાં આવે છે કે જમણ એ ગૌણ વસ્તુ છે ને માત્ર શોભાને સારુ જ જરૂરની હોય છે. આ ડોળ કરવો સહે લો હોય છે, કેમ કે મોટા ભાગના મહે માનો ખરે ખરા ધરાયેલા હોય છે–તેઓ કદી ભૂખ્યા થતા જ નથી. તેઓ એવો ડોળ કરે છે કે જમણ ને જાફત એમને માટે આવશ્યક નથી, બોજારૂપ પણ છે; પણ એ જૂ ઠી વાત છે. તેઓ જ ે સ્વાદિષ્ટ વાનીઓની અપેક્ષા રાખે છે તે આપવાને બદલે એમને રોટી ને પાણી આપો એમ હં ુ નથી કહે તો, પણ ઘેંસ કે કાંજી કે એવું કંઈક 97


આપો, અને જુ ઓ કે એને વિશે કેવો ઉત્પાત મચે છે, અને એ સંમેલનનો મુખ્ય રસ તે બહારથી દેખાડવામાં આવે છે તે નથી પણ અતિભોજન છે એ ખરે ખરું સત્ય કેવું સ્પષ્ટ રૂપે પ્રગટ થઈ જાય છે. માણસો શું વેચે છે તે જુ ઓ. કોઈ પણ મોટા ગામની શેરીઓમાં થઈને પસાર થાઓ ને જુ ઓ કે માણસો શું ખરીદે છે—શણગારની ને ખાવાની ચીજો. અને ખસૂસ એમ જ હોવું જોઈએ; એથી ઊલટુ ં હોઈ શકે જ નહીં. ખાવાને વિશે વિચાર ન કરવાનું, એ વાસનાને અંકુશમાં રાખવાનું, ત્યારે જ બની શકે જ્યારે માણસ કકડીને ભૂખ લાગ્યા સિવાય ખાતો ન હોય. માણસ કકડીને ભૂખ લાગે ત્યારે જ ખાવાનો નિયમ ન રાખે—એટલે કે, પેટ ભરે લું હોય ત્યારે ખાય—તો આજ ે છે એવી સ્થિતિ નીપજ્યા વિના ન જ રહે . માણસોને જો ખાવાની લહે જત ગમતી હોય, એ લહે જત જો તેઓ મનને ગમવા દેતા હોય, એ જો તેમને સારી લાગતી હોય (જ ેવું આપણા જમાનામાં ઘણા મોટા ભાગના માણસોને વિશે બને છે, અને જ ેટલું અશિક્ષિતોને વિશે તેટલું જ શિક્ષિતોને વિશે પણ બને છે, જોકે તેઓ ડોળ કરે છે કે એવું નથી.), તો એ લહે જતમાં જ ે વિવિધ રીતે બીજી ચીજોના ઉમેરા કરવામાં આવે છે તેની કશી સીમા જ નથી રહે તી; એ લહે જતના વધારાની કશી હદ જ નથી રહે તી. કોઈ પણ જરૂરિયાતની તૃપ્તિને મર્યાદા હોય છે, પણ ભોગને કશી મર્યાદા નથી હોતી. આપણી ભૂખ સંતોષવાને રોટી, ઘેંસ કે ભાત ખાવાનું આવશ્યક ને પૂરતું હોય છે; પણ ખાવાની લહે જત વધારવાને સારુ જ ે જાતજાતના મસાલા નાખવામાં આવે છે, વધારો કરવામાં આવે છે, ચીજોને તળવામાં આવે છે, તેની કશી હદ હોતી નથી. રોટી એ આવશ્યક અને પૂરતો ખોરાક છે. (જ ે

કરોડો માણસો માત્ર રાઈના1 રોટલા ખાઈને મજબૂત, ચપળ, નીરોગી બને છે ને સખત મહે નતમજૂ રી કરે છે તેઓ આ વાતનો પુરાવો આપે છે.) પણ રોટીને કશાકના રસા સાથે ખાતાં સ્વાદ આવે છે. જ ેમાં માંસ ઉકાળ્યું હોય એવા પાણીમાં રોટીને ભીંજવવી એ સારું છે. એ પાણીમાં કંઈક શાક, અથવા બને તો અનેક શાકો, હોય તો વધારે સારું. માંસ ખાવું સારું છે. અને માંસ ઉકાળીને નહીં પણ શેકીને ખાવું સારું. એની જોડે માખણ હોય, માંસ સહે જ કાચું રખાયું હોય, અને માંસના અમુક ખાસ ભાગ પસંદ કરીને રં ધાયા હોય તો એથીયે વધારે સારું. પણ એમાં શાક અને રાઈ નાખો. અને એની સાથે દારૂ પીઓ; લાલ દારૂ પીઓ તો વધારે મજા આવે. એથી વધારે કશાની માણસને જરૂર નથી હોતી; પણ જો મસાલેદાર માછલી હોય તો તે થોડીક જરૂર ખવાય, ને તે સફે દ દારૂના ઘૂંટડા વડે ગળે ઉતારી દેવાય. હવે વધારે કંઈ પણ સ્વાદિષ્ટ કે મસાલેદાર ચીજ નહીં લઈ શકાય એમ લાગે; પણ એકાદ મીઠાઈ હોય તો હજુ પણ ચલાવી લેવાયૹ ઉનાળામાં ઠંડાં પીણાં, શિયાળામાં બાફે લાં ફળ, મુરબ્બા વગેરે. આમ જમણ (ડિનર) પૂરું થાય. આ તો સાવ સાધારણ જમણ થયું. આવા જમણની લહે જતમાં ઘણી રીતે ઉમેરો કરી શકાય. એ ઉમેરો કરવામાં આવે જ છે, ને એ ઉમેરાને કશી સીમા નથી રહે તીૹ ચટકદાર વાનીઓ, જમણ પહે લાં સ્વાદને જાગ્રત કરનારી ચીજો, અને ફળો અને સ્વાદિષ્ટ ચીજોનાં વિવિધ મિશ્રણો અને ફૂલો ને શણગાર અને જમણ દરમિયાન સંગીત વગેરે અનેક વસ્તુઓ વડે એ ઉમેરો કરવામાં આવે છે. અને વિચિત્ર વાત તો એ છે કે જ ે માણસો દરરોજ આવાં જમણોમાં અતિઆહાર કરે છે, તેઓ ભોળપણથી માને છે કે પોતે તેમ કરવા છતાં સદાચારી જીવન ગાળે છે. 1. રશિયામાં પાકતું બંટીને મળતું એક ધાન્ય. 

98

[ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


મને પ્રભાવિત કરનારાં પુસ્તકો કાકાસાહે બ કાલેલકર વિપુલ છતાં ઉત્તમ સાહિત્ય સર્જન કરનારા કાકાસાહે બ કાલેલકરનાં અનેક પુસ્તકો આજ ે આપણામાંના અનેકોનાં પ્રિય પુસ્તકોમાં સ્થાન પામતા હશે. પરં તુ આપણે જ ેમના પુસ્તકોને પ્રિય પુસ્તક તરીકે લેખાવીએ છીએ, એ કાકાસાહે બ કાલેલકરને પોતાનાં પ્રિય પુસ્તકો કયા હતાં તે જાણવાની આપણને સૌને જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. કાલેલકરે પોતાના આત્મકથાનકમાં તેમને પ્રભાવિત કરનારાં વિવિધ પુસ્તકો વિશે વિગતે લખ્યું છે, જ ેમાં તેઓએ સૌથી શ્રેષ્ઠ પુસ્તક કુ દરતને ગણ્યું છે. આ ઉપરાંત પણ કાકાસાહે બે ઉપનિષદોથી માંડીને માનસશાસ્ત્રી વિલિયમ જ ેમ્સના વેરાયટીઝ ઑફ ૧૮૮૫ • ૧૯૮૧ રિલિજિયસ એક્સપીરિયન્સ, ફીલ્ડિંગનું સોલ ઑફ એ પીપલ, જ્હૉન મોર્લોનો વિશ્વવિખ્યાત નિબંધ ઑન કૉમ્પ્રોમાઇઝ … જ ેવાં અનેક પુસ્તકો વિશે વિગતે વાત કરી છે. આવી રહે લાં પુસ્તકદિન નિમિત્તે કાકાસાહે બને પ્રભાવિત કરનારાં પુસ્તકોથી પરિચિત થઈએ…

મારાં મન અને જીવન પર જ ેની વિશિષ્ટ અસર પુસ્તકનું નામ છે કુ દરત. ગમે તે વિષયનું અધ્યયન

થઈ છે એવાં પુસ્તકોને યાદ કરતી વેળાએ સૌ પહે લાં તો જ ે પુસ્તક સૌ કોઈ વાંચી શકે છે એવા ભગવાને રચેલા એક પુસ્તકનો જ હં ુ વિચાર કરીશ. સુશિક્ષિત, અશિક્ષિત, સાક્ષર, નિરક્ષર, બાળક અને વૃદ્ધ સૌ કોઈ વાંચી શકે એવું એ પુસ્તક છે, અને એ પુસ્તકને સૌ કોઈ વાંચે છે. વારં વાર વાંચે છે. અને એ વાંચનારા હરે ક માનવીને હર ક્ષણે કોઈ નવી ને નવી જ પ્રેરણા મળે છે. આપણું જીવન પૂરું થઈ જાય તોપણ એ પુસ્તક પૂરું થતું નથી. એ

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

કરવું હોય તોપણ આ પુસ્તકના અધ્યાય શીખવા જ પડે છે. વધારે માં વધારે શીખ્યો હોઉં તો એ પુસ્તક વાંચતાં વાંચતાં. સંકોચશીલ સ્વભાવનો હોવાને કારણે સમાજમાં ભળી જવાનું મારે માટે મુશ્કેલ હતું. કુ દરત સાથેની મારી દોસ્તી વધી જવા પાછળ આ પણ એક ખાસ કારણ હતું. ઝાડ અને એના પર બેસનારાં પંખીઓ; નદીઓ અને એને ઓળંગી જતી હોડીઓ; રસ્તાઓ અને પુલો; પહાડો અને સરોવરો; બગીચાનાં પુષ્પો

99


પણ આપણાથી જુ દા છે એવા લોકોની વચ્ચે જઈને જ્યારે રહે વું પડ્યું અને એ રીતે અનેક ધર્મોનો પણ પરિચય થયો, ત્યારે આપોઆપ જ દૃષ્ટિમાં વિશાળતાની સાથે ઉદારતા પણ આવી ગઈ. જ્યારે હં ુ પુસ્તકો વાંચવા લાગ્યો ત્યારે એ પુસ્તકો મારે મન ફક્ત શબ્દરચના અથવા વાક્યસમૂહ ન હતાં, પણ જીવનનાં અને એનાં નિરીક્ષણ-ચિંતનનાં પ્રતિબિંબ હતાં, એનું કારણ આ છે. પુસ્તકોની વાત શરૂ કરું તે પહે લાં મને એટલું કહે વા દો કે હં ુ મારા જીવનમાંથી પણ ઘણું ઘણું શીખ્યો છુ .ં જીવનમાંથી શીખવાને માટે એવું કાઈ જરૂરી નથી કે એ જીવન સફળતાથી ભરે લું હોય. જીવનપ્રસંગમાં જો વિવિધતા મળે અને જીવન જીવવામાં જો ઉત્કટતા હોય તો માનવી એમાંથી તમામ મેળવી લે છે. જીવન જીવવાની ઉત્કટતાને કારણે જ પુસ્તકો સમજવાની શક્તિ તેજ બને છે. આજ ે જો ભગવાન મને નવેસરથી ભરી એ જ જીવન જીવવાનો અવસર આપે, તો હં ુ નથી માનતો કે મારા જીવનનું એક પણ પાસું છોડવાને માટે કે ખોવાને હં ુ તૈયાર થાઉં. જ ે પુસ્તકોની વાતો મારા જીવનની સાથે ઓતપ્રોત થઈ ગઈ છે, એ પુસ્તકો છે રામાયણ અને મહાભારત. મારા જીવનની નહીં, મારા રાષ્ટ્રની અને એની સંસ્કૃતિની રચના જ આ પુસ્તકોના આધાર પર થઈ છે. મારા આખાયે જીવન ઉપર જ ે પુસ્તકની ઊંડી અસર થઈ છે—અને જ ે વધતી જ જાય છે—એ પુસ્તક છે ભગવદ્ગીતા.

અને આકાશના તારાઓ, અને એ બંનેની યાદ આપતાં પતંગિયાં—એ બધાંયે મારા નિરીક્ષણના અને મારા આનંદના વિષયો હતા. હાથી, ઊંટ, હરણ, વાછરડાં, કૂ તરાં અને ખાસ કરીને બિલાડીઓ મારા બચપણનાં સાથીદારો હતાં. અને સસલાને તો હં ુ ભૂલી જ કેમ શકું? એના કૂ દકાઓ અને મારા મનના કૂ દકાઓ એ બંનેના તાલમાં કૈંક અજબ જ ેવું સામ્ય હતું. પણ સસલાથીયે ગાઢી દોસ્તી તો મારે ખિસકોલી સાથે હતી. ચોમાસાના દિવસોમાં પાણીની ધારાઓ જ્યારે તળાવમાં વરસતી હતી ત્યારે મને લાગતું હતું કે ચાંદીની પાવલીઓ અને અધેલીઓ વરસી રહી છે. કવિઓના મુખે જીવનને માટે પાણીના બુદબુદની ઉપમા સાંભળી એ પહે લાં જ મેં પાણીના બુદબુદને પેટભરીને જોયા હતા. કેવી રીતે એ તો મને ખબર નથી, પણ જીવનનું પ્રતીક મારે માટે આકાશનાં વાદળ જ હતાં. સૂતાં સૂતાં આ વાદળોનું ધ્યાન મેં જ ેટલું ધર્યું છે એટલું ભાગ્યે જ બીજી કોઈ ચીજનું ધર્યું હશે. કુ દરત અને કુ દરતના વ્યાપારોના નિરીક્ષણમાંથી જ ે કંઈ મેં મેળવ્યું છે, એના પાયા પર જ મારું જીવનદર્શન રચાયું છે. કુ દરતના આવા નિરીક્ષણથી સમાજનું પણ તટસ્થ ભાવથી—ઑબ્જેક્ટિવલી—નિરીક્ષણ કરવાની ટેવ મને પડી ગઈ. બાળપણમાં વારં વાર પ્રવાસ કરવાના અવસર મળતા ગયા, અને એ કારણે સમાજના નિરીક્ષણમાં વિવિધતા પણ બહુ આવી. જ ેમની ભાષાઓ જુ દી છે, જ ેમના રીતરિવાજ વિચિત્ર જ ેવા લાગે છે અને જ ેમના જીવનવ્યવહાર 

જ ે પ્રમાણે રસ્કિનનું અન્ટુ ધિસ લાસ્ટ વાંચીને ગાંધીજીના જીવનમાં મોટુ ં પરિવર્તન થયું, અથવા ઈશોપનિષદનો એક મંત્ર હાથ આવતાં મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુ રને કઠિન પરિસ્થિતિમાં ઉદ્ધારનો 100

રસ્તો મળી ગયો, એવું તો મારા જીવનમાં કંઈ થયું નહીં. પરં તુ મારા ધાર્મિક જીવનમાં ભગવદ્ગીતાથી પણ વધારે અસર થઈ છે ઉપનિષદોની. સંતસાહિત્યમાં તુકારામ, જ્ઞાનેશ્વર અને એકનાથ [ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


એ ત્રણેના અમર ગ્રંથોનો હં ુ ઋણી છુ .ં મહારાષ્ટ્રના વારકરી લોકો દર વર્ષે પોતાના ગામથી પંઢરપુર સુ​ુધી પગપાળા યાત્રા કરે છે. અને આ પ્રમાણે

સંતસાહિત્યનો પ્રચાર ગામેગામ થાય છે. પંઢરપુર મહારાષ્ટ્રના સંતજીવનની રાજધાની છે. એનાથી મેં સંતજીવનને ઓળખ્યું. … 

પણ એમની પાસે હં ુ પહોંચ્યો એ પહે લાં અંગ્રેજીમાં બુદ્ધિવાદી સાહિત્ય મેં ખૂબ વાંચ્યું અને જ ેને લોકો નાસ્તિકતા કહે છે એની અસર નીચે આવ્યો. પોતાના જીવનના આ અધ્યાયને હં ુ આજ ે પણ બહુ મહત્ત્વનો સમજુ ં છુ .ં ઈશ્વરની જ કૃ પા હતી કે ઈશ્વરનો ઇન્કાર કરવાવાળા ઉચ્ચ કોટિના સાહિત્યની સાથે મારો એ સમય પરિચય થયો. રૅશનાલિસ્ટિક ઍસોસિયેશન સીરીઝના કેટલાયે ગ્રંથો મેં વાંચી નાખ્યા. સંધ્યાવંદન, પૂજા, પ્રાર્થના વગેરે તમામ છોડી દીધાં. મારું જોશ જનોઈ અને ચોટલી પર તૂટી પડ્યું અને હં ુ સંશયવાદનો—અજ્ઞેયવાદનો મોટો સમર્થક બની ગયો. આ ભૂમિકાના મૂળમાં અભિમાન કે ઉદ્દામવૃત્તિ ન હતી. સત્યની ખોજ કરાવવાની જિજ્ઞાસુવૃત્તિ અને બૌદ્ધિક નમ્રતા હતી. આ નમ્રતાએ મને આગળ વધવાનો રસ્તો બતાવ્યો. અમેરિકન માનસશાસ્ત્રી વિલિયમ જ ેમ્સના પુસ્તક વેરાયટીઝ ઑફ नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

રીલિજિયસ એક્સપીરિયન્સનું મેં આદર સાથે અધ્યયન કર્યું. અને આવી પૂર્વતૈયારીઓ પછી સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતાનાં પુસ્તકો મેં વાંચ્યાં. ભગિની નિવેદિતાના લેખોની મારા મન પર વિશેષ અસર થઈ અને ઊંડાણમાં ઊતરીને ધર્મની સામાજિક દૃષ્ટિ હં ુ સમજી શક્યો. ફીલ્ડિંગનું પુસ્તક સોલ ઑફ એ પીપલ એટલા માટે મેં વાંચ્યું હતું કે ભગિની નિવેદિતાએ એ પુસ્તકની ખૂબ પ્રશંસા કરી હતી. સત્યની કઠોર શોધ કરવાવાળો મારો બુદ્ધિવાદ મેં છોડ્યો ન હતો. બુદ્ધિવાદને પૂરતું પોષણ આપવા માટે હં ુ જ્હૉન મોર્લોનો વિશ્વવિખ્યાત નિબંધ ઑન કૉમ્પ્રોમાઇઝ સાથે સાથે વાંચતો હતો. વચમાં કહી લઉં કે વર્ષો પછી જ્યારે હં ુ ગાંધીજીના આશ્રમમાં પહોંચ્યો ત્યારે શ્રી મહાદેવ દેસાઈ કોઈ સાહિત્યિક ઇનામ મેળવવા માટે એ ઑન કૉમ્પ્રોમાઇઝનો ગુજરાતી અનુવાદ કરી રહ્યા હતા. 101


એમાં મેં થોડોઘણો સહકાર આપ્યો અને અમે એકબીજાના મિત્ર બન્યા. મહાદેવભાઈનો એ અનુવાદ સત્યાગ્રહની મર્યાદાના નામથી પ્રગટ થયો. સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતાની પછી વારો આવ્યો આનંદ કુ મારસ્વામી અને રવીન્દ્રનાથ ઠાકુ રનો. ભારતની સંસ્કૃતિના આ બે ઉત્તુંગ આચાર્યોના ગ્રંથ મેં શ્રદ્ધા સાથે વાંચ્યા અને ઉત્સાહ સાથે નવયુવાનોને શીખવ્યા. એસેઝ ઇન ઇન્ડિયન નૅશનાલિઝમ, ગીતાંજલિ, સાધના, નૅશનાલિઝમ, પૉલ રિશારનું ટુ ધી નૅશન્સ, આ બધાં પુસ્તકો જીવનદીક્ષા દેવાને માટે પૂરતાં છે. જ્યારે ગાંધીજીનું હિં દ સ્વરાજ્ય વાંચ્યું ત્યારે એની સાથે થૉરો અને એમર્સન, ટૉલ્સ્ટૉય અને ડિકિન્સન તથા સ્ટુઅર્ટ એઝનાં પુસ્તકો વાંચવાં અપરિહાર્ય બન્યાં. ગૂઢવાદના આકર્ષણને કારણે મેં આ બધાં પુસ્તકોની સાથે એડવર્ડ કાર્પેન્ટર અને વૉલ્ટ વ્હીટમૅનના કાવ્યમય ઉદ્ગારો પણ વાંચ્યા. મારું ભાગ્ય જ કાંઈ એવું ઉપકારી છે કે એક જ સાથે પરસ્પરવિરોધી વાતાવરણવાળા ગ્રંથો મારી પાસે આવી જાય છે. ગૂઢવાદી (મિસ્ટિક) સાધકોની વાણી જ્યારે વાંચતો હતો ત્યારે અનાયાસે આનાતોલ ફ્રાન્સની નાનકડી નવલિકા થાઈ મારા હાથમાં આવી. મારા મિત્ર સાધુચરિત ધર્માનંદ કોસંબીના કારણે ભગવાન બુદ્ધના ચરિત્ર અને ઉપદેશની તરફ હં ુ આકર્ષિત થયો હતો. ગાંધીજીના આદેશથી જ્યારે અમે લોકોએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારે મેં ધર્માનંદજીને વિદ્યાપીઠમાં બોલાવ્યા અને એમની પાસે સારા સારા ગ્રંથ લખાવ્યા, જ ેથી મરાઠી, ગુજરાતી અને હિં દી વાચકો બૌદ્ધ ધર્મને એના શુદ્ધ રૂપમાં સમજી શકે. કુ દરતના હાર્દિક નિરીક્ષણ દ્વારા ભગવાનનાં દર્શન કરવાની મારી સાધના બાળપણથી ચાલુ જ હતી. મેંગલોરની પાસે રહે તા મારા મિત્ર મંજ ેશ્વર 102

ગોવિંદ પૈએ આકાશના તારાઓની સાથે મારી મૈત્રી કરાવી. ગોવિંદ પૈ કાનડી ભાષાના એક વિખ્યાત કવિ અને વિવેચક છે. દેશી-પરદેશી અનેક ભાષાઓના સાહિત્યનું એમનું અધ્યયન ઊંડુ ં છે. આ તારાઓએ મારા જીવનને એટલું સમૃદ્ધ કર્યું અને મારી માનવતાને એટલી વ્યાપક બનાવી કે હવે હિં દુસ્તાનના કોઈ પ્રાંતમાં જાઉં કે દુનિયાના કોઈ પણ દેશમાં પહોંચું તોયે મને ક્યાંય પરાયાપણું લાગતું નથી. જ ે તારાઓ કાશ્મીરમાં જોયા હતા એ જ તારાઓ સિલોનમાં પણ મળવાને આવ્યા હતા. જ ે તારાઓને પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં જોયા હતા એ જ જાપાનમાં ટોકિયોના આકાશમાં મને ખુશખબર પૂછતા હતા. મેં યરવડા જ ેલમાં ગાંધીજીની પાસે મારા આ દેવતાઈ મિત્રોની વાત કરી. તારાઓની નીચે, તારાઓના પ્રકાશને પામતાં પામતાં સૂવાનો ગાંધીજીનો આગ્રહ હતો જ. એથી જ્યારે હં ુ સાબરમતી જ ેલમાં હતો અને મહાત્માજી યરવડા જ ેલમાં હતા ત્યારે એમણે એક પવિત્ર દિવસે જ ેમ્સ જીન્સનાં ત્રણ પુસ્તકો મને મોકલ્યાંૹ ધી સ્ટાર્સ ઇન ધેર કોર્સિઝ, મિસ્ટીરિયસ યુનિવર્સ, અને ધી યુનિવર્સ એરાઉન્ડ અસ. ગાંધીજીએ મોકલેલાં આ ત્રણ પુસ્તકોએ ધર્મદર્શનને એક નવું જ રૂપ આપ્યું. ધર્માનુભવ પર એક નવો જ ઓપ ચડાવ્યો. ત્યારથી ભૌતિક વિજ્ઞાનનાં જ ે કોઈ પુસ્તકો વાંચું છુ ં એમાં નવી ધાર્મિકતા જ જોવા પામું છુ .ં મેં જાણીજોઈને ગાંધીજીના સાહિત્યનો ઉલ્લેખ અહીં નથી કર્યો. એમના સાહિત્યની અસર લખવા બેસું તો બાકીનું બીજુ ં બધું રહી જશે. આ સોબસો વર્ષના વિશ્વસાહિત્યમાં એવી પ્રભાવશાળી નવલકથાઓ તૈયાર થઈ છે જ ેની અસર સમસ્ત માનવજાતિ પર ઊંડી પડી છે. મેં નવલકથાઓ બહુ ઓછી વાંચી છે. મોટી મોટી નવલકથાઓ વાંચવાની હિં મત પણ નથી થતી. પણ [ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


એવી હોય છે કે જ ેમના પરિચય અને સહવાસથી આપણને નવી દૃષ્ટિ માત્ર નથી મળતી, પણ એ નવી દૃષ્ટિ પ્રમાણે ચાલવાનું બળ પણ મળે છે. કેટલાક લોકો આપણા હાથમાં એવી એક ગુરુકિલ્લી આપી દે છે કે જ ેના વડે આપણે હજારો તાળાં ખોલી શકીએ છીએ અને ગાંઠો ઉકેલી શકીએ છીએ. એવા લોકો તરફની આપણી કૃ તજ્ઞતા અસીમ બની જાય છે. રાજા જનકે પોતાના ગુરુ યાજ્ઞવલ્ક્યની તરફ જ ે કૃ તજ્ઞતા વ્યક્ત કરી છે એનું વર્ણન હં ુ એક વાર કરી ચૂક્યો છુ .ં કેટલાંક પુસ્તકો પણ એવાં જ હોય છે કે જ ેને આપણે પુસ્તક ન કહે તાં જીવંત વ્યક્તિ કહી શકીએ. પરમ સખા, મિત્ર અને ગુ​ુરુ ત્રણેનું કામ એ એકસાથે કરે છે. આવાં પુસ્તકોનું સ્મરણ જ ેટલું આહ્લાદક હોય છે એટલું જ પાવક હોય છે. આજ ે એવાં અનેક પુસ્તકોનું સ્મરણ અને વર્ણન કરવાની તક મળી છે એનો મને ખૂબ આનંદ થાય છે. હં ુ ઇચ્છું છુ ં કે અનેક લોકો આ પુસ્તકોનો અને એવી જાતનાં બીજાં પુસ્તકોનો લાભ ઉઠાવે અને જો ઈશ્વર બળ અને તક આપે તો એવાં પુસ્તકો લખે પણ. જ ેઓને ભગવાને ખૂબ આપ્યું છે એમનો ધર્મ છે કે તેઓ પણ ભગવાનનું સ્મરણ કરીને કંઈક ને કંઈક આપતા પણ રહે .

જ ે નવલકથાઓની મન પર ખૂબ જ છાપ પડી એનો વિચાર કરવા બેસું તો એક સ્વતંત્ર વાર્તાલાપ થઈ જશે. એક જ પુસ્તકને માટે લખવાનું બાકી રહી જાય છે. મારા મનના બંધારણ સાથે જ ેનો મેળ નથી બેસતો અને મારી આજ સુધીની સંસ્કારિતા સાથે જ ેનો તાલ નથી જામતો, છતાંયે જ ેણે મહિનાઓ સુધી મારા મન ઉપર એવી પકડ જમાવી કે હં ુ દિન-રાત એના વાતાવરણમાં રહે વા લાગ્યો. મૂળ પુસ્તક તો હં ુ નથી વાંચી શક્યો. એનો મરાઠી અનુવાદ જ વાંચ્યો હતો અને પાછળથી એના એકબે અંગ્રેજી અનુવાદ પણ વાંચ્યા. વધુમાં વધુ પ્રભાવ પડ્યો મરાઠી અનુવાદનો, પણ અંગ્રેજી અનુવાદ પણ એની અસર કર્યા વિના ન રહ્યા. એ પુસ્તક છે. કુ રાને શરીફ અથવા અલ કુ રાન. પ્રામાણિકતા અને ઉત્કટતાનાં આદર્શ ઉદાહરણો આ પુસ્તકમાં મળી આવે છે. આજની સાહિત્યિક અભિરુચિ ગમે તે કહે , આ પુસ્તકનું અધ્યયન દરે ક સંસ્કારી મનુષ્યે કરવું જ જોઈએ. ચાળીસ કરોડની જનતાને સમજાવવા માટે એ એક સારી ચાવી છે. જીવનવ્યવહારમાં અસંખ્ય લોકો સાથે આપણે મળીએ છીએ. થોડા લોકો સાથે ગાઢો પરિચય થઈ જાય છે. દરે ક માનવી પાસેથી આપણે કંઈક ને કંઈક મેળવીએ જ છીએ. પણ કેટલીક વ્યક્તિઓ 

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા એપ્રિલ, ૨૦૧૮

નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી લીલાભાઈ કે. દેસાઈ, બાઇન્ડિંગ વિભાગ, • જ.

તા.  ૦૧-૦૪-૧૯૫૬

શ્રી રજનીકાંત મા. પટેલ, બાઇન્ડિંગ વિભાગ

•  ૧૩-૦૪-’૬૦

શ્રી શરદભાઈ ડા. જાની, મુખ્ય વ્યવસ્થાપક,

•  ૦૬-૦૪-’૫૬

શ્રી જિતેન્દ્રભાઈ ત્રિ. પરમાર, બાઇન્ડિંગ વિભાગ

•  ૧૪-૦૪-’૬૦

શ્રી દિનેશભાઈ કા. સોલંકી, બાઇન્ડિંગ વિભાગ,

•  ૧૩-૦૪-’૫૬

શ્રી ચિરં તનભાઈ બા. દવે, પ્રેસ કાર્યાલય,

•  ૨૪-૦૪-’૬૦

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

103


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ આ માસમાં અમદાવાદ મિલમજૂ ર સત્યાગ્રહ તેની ટોચે હતો અને સાથે સાથે સત્યાગ્રહમાં થયેલી સમાધાનીનો સાક્ષી પણ આ માસ બન્યો. એક તરફ મિલમજૂ ર સત્યાગ્રહનો અંત આવે છે, ત્યાં બીજી તરફ ખેડા લડતના પડઘમ સંભળાય છે. ગુજરાત પ્રદેશના આ બંને સત્યાગ્રહો વિશે ગાંધીજીએ જમનાલાલ બજાજને લખેલા એક પત્રમાંથી તેમની વ્યસ્તતાની વિગત મળી આવે છે. ગાંધીજી લખે છે કે, “આ વખતે તો અહીંનું કામ એકેએક ક્ષણ લઈ લે છે. મજૂ રોની હડતાળ ચાલી રહી છે અને ખેડામાં ખેડૂતો પર સરકારનો જુ લમ ચાલી રહ્યો છે. બંને કામો ભારે છે” ફે બ્રુઆરીના અંતિમ દિવસોમાં શરૂ થયેલી અમદાવાદ મિલમજૂ રની લડત માર્ચના પ્રથમ અઠવાડિયામાં ખીલે છે. મિલમજૂ રોની આગેવાની તો ગાંધીજી અને તેમના સાથીઓ કરે જ છે, પણ સાથે લડતની તાલીમ પણ તેઓને આપે છે. તાલીમ અર્થે ગાંધીજી દરરોજ મિલમજૂ રોની સભામાં ભાષણ આપતા અને એક પત્રિકા પણ કાઢવામાં આવતી હતી. જોકે, જ ેમ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો અનુભવ ટાંકીને ગાંધીજીએ તેના ઇતિહાસનાં પાનાં લખતી વેળાએ પ્રાસ્તાવિકમાં લખ્યું છે, તેવી સ્થિતિ અહીં પણ જન્મે છે. જ ેમાં તેમણે લખ્યું છે કે, “આરં ભનો એ જ ઉત્સાહ, એ જ સંપ, એ જ આગ્રહ, મધ્યમાં એ જ નિરાશા, એ જ અણગમો, આપસઆપસમાં ઝઘડા ને દ્વેષાદિ, તેમ છતાં મૂઠીભર લોકોમાં અવિચળ શ્રદ્ધા, દૃઢતા, ત્યાગ, સહિષ્ણુતા તેમ જ અનેક પ્રકારની ધારે લી-અણધારે લી મુસીબતો.” ૧૮મી માર્ચે આ લડત સમાધાનીના માર્ગે પૂરી થાય છે. લડતની પ્રાથમિક સમાધાનીમાં મિલમજૂ રો-મિલમાલિકો ‘બંનેની જીત’ લેખાવીને ૨૭।। ટકા પગારવધારો બંને પક્ષ સ્વીકારે છે. અમદાવાદ મિલમજૂ ર સત્યાગ્રહની પૂર્ણાહુતિના અઠવાડિયા બાદ જ ખેડા સત્યાગ્રહનો આરં ભ થાય છે. અતિવૃષ્ટિના સંદર્ભે મહે સૂલ મુલતવી રાખવા અર્થે ગાંધીજી નડિયાદમાં મેદની સમક્ષ ભાષણ કરે છે અને આ જ સભામાં પ્રથમ વાર ખેડા સત્યાગ્રહનો નાદ સંભળાય છે. ખેડાની સરદારી વલ્લભભાઈ પટેલ લે છે. માસના અંતે ગાંધીજી ઇંદોરમાં યોજાયેલા હિં દી સાહિત્ય સંમેલનમાં ભાગ લે છે અને ઇંદોરમાં જ એક વ્યાખ્યાનમાળામાં ભારતીય સંસ્કૃતિ વિશે તેઓ ભાષણ કરે છે, જ્યાં હિન્દુસ્તાનની સંસ્કૃતિ વિશે અનુભવવાણીમાં કહે છે કે, “પોતાની સંસ્કૃતિ પર શ્રદ્ધા રાખો અને તેને દૃઢતાથી વળગી રહો. એમ કરવાથી હિં દુસ્તાન આખી દુનિયા પર વિજય મેળવશે” ૧૯૧૮—માર્ચ

૧ અમદાવાદૹ મિલમજૂ રો સમક્ષ પ્રવચન. ૨ અમદાવાદ. ૩ અમદાવાદૹ એક પત્રમાં લખ્યું ‘વગર સમજ ે લોકો મારી પૂજા કરે એ કેવળ કંટાળારૂપ છે.’ ૪થી ૬ અમદાવાદ. ૭ અમદાવાદૹ મિલમજૂ રો સમક્ષ પ્રવચન.  મિલમજૂ રોની હડતાળ અંગે ચર્ચા, સ્થળ અનસૂયાબહે નનો બંગલો.  આનાવારી કેમ ગણવી એ વિશે ખેડાના કલેક્ટરને પત્ર લખ્યો.

104

૮થી ૯ અમદાવાદ. ૧૦ અમદાવાદૹ ગુજરાત સભાની વાર્ષિક સભામાં પ્રમુખપદે; સમય સાંજ ે ૬; સ્થળ પ્રેમાભાઈ હૉલ.  ‘પાક સંતોષકાર છે,’ એ મતલબનું લખાણ ખેડૂતો પાસેથી, સરકારી નોકરો લખાવી લે છે એ તરફ કલેક્ટરનું ધ્યાન દોરતો પત્ર લખ્યો. ૧૧ નડિયાદૹ ખેડાની પરિસ્થિતિ અંગે કલેક્ટરને મળ્યા. ૧૨ અમદાવાદૹ ઍની બીસન્ટ રાત્રે નવ વાગ્યે આવ્યા ત્યારે એમને સ્ટેશને [ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સત્કારવા ગયા. ૧૩ અમદાવાદૹ ઍની બીસન્ટના સરઘસમાં હાજર, સમય સવારે સાડા આઠ.  એમના ભાષણમાં પ્રમુખસ્થાને; વિષય રાષ્ટ્રીય કેળવણી, સમય સવારે દસ; સ્થળ ભગુભાઈનો વંડો.  ઍની બીસન્ટના સત્કાર સમારં ભમાં પ્રમુખસ્થાને; સમય બપોરે ; સ્થળ મહં ત મોહનદાસનું ઘીકાંટા ઉપરનું અંત્યજ મંદિર.  ઍની બીસન્ટની સાથે વનિતા વિશ્રામની મુલાકાતે ગયા ત્યારે પ્રવચન; સમય સાંજ.  ઍની બીસન્ટના ભાષણમાં પ્રમુખસ્થાને; સમય સાંજ ે પાંચ; વિષય ‘હાલની આપણી રાજકીય ફરજ’. ૧૪ અમદાવાદૹ અંબાલાલ સારાભાઈએ ઍની બીસન્ટના માનમાં યોજ ેલા ભોજન સમારં ભમાં હાજર. ઍની બીસન્ટના કાર્યક્રમ અંગે કામ કરતા સ્વયંસેવકોને આપવામાં આવેલી પાર્ટીમાં હાજર અને બોલ્યા; સમય સાંજ. ૧૫ અમદાવાદૹ મજૂ રોની સભા; સમય સવારે ; જાહે ર કર્યું. ‘જ્યાં સુધી મજૂ રોને ૩૫ ટકા વધારો મળશે નહીં ત્યાં સુધી હં ુ ખોરાક લઈશ નહીં અને મોટરમાં બેસીશ નહીં’.1 ૧૬2 અમદાવાદૹ ઉપવાસ ચાલુ  આનંદશંકર ધ્રુવ સાથે ચર્ચા.  મજૂ રોની સભામાં ભાષણ. ૧૭ અમદાવાદૹ ઉપવાસ ચાલુ.

1. કેટલાક મજૂ રોએ ગાંધીજી ઉપર આક્ષેપ મૂક્યો હતો કે હડતાળને કારણે સહન મજૂ રો કરે છે અને ગાંધી તો નિરાંતે જમે છે અને મોટરમાં ફરે છે, એના જવાબમાં. 2. આજ ે સંગીતશાસ્ત્રી નારાયણ માહે શ્વર ખરે આશ્રમમાં જોડાયા હશે.

૧૮ અમદાવાદૹ મજૂ રોની સભામાં હાજર; સમય સવારે સાડા અગિયાર; કમિશનર પ્રાટ પણ હાજર  માલિકો સાથે થયેલા સમાધાનની જાહે રાત કરી સભામાં જ પારણાં કર્યાં. ૧૯ અમદાવાદૹ મજૂ રોના સરઘસમાં હાજર. ૨૦ અમદાવાદ  નડિયાદ. ૨૧ અમદાવાદૹ ગુજરાત સભાની બેઠકમાં પ્રમુખસ્થાને; ખેડામાં સત્યાગ્રહની લડત ચલાવવા ઠરાવ થયો.  ઍન્ડ્રૂ ઝના ભાષણમાં પ્રમુખસ્થાને; વિષય ‘ફીજીમાં વસતા હિં દીઓ’; સ્થળ વીશા શ્રીમાળીની વાડી.  નડિયાદ. ૨૨ નડિયાદૹ ખેડા જિલ્લાની ખેડૂતોની સભામાં સલાહ આપી ‘પાક ચાર આનાથી ઓછો હોય તો મહે સુલ ભરવું નહીં’; સમય સાંજ ે છ; સ્થળ દશા ખડાયતાની વાડી.  થી નીકળ્યા. ૨૩ અમદાવાદ. ૨૪ દિલ્હી. ૨૫ દિલ્હીૹ વાઇસરૉયને મળ્યા. ૨૬ રસ્તામાં. ૨૭ નડિયાદૹ અમદાવાદના મજૂ રોની હડતાળ અંગે પોતે કરે લા ઉપવાસ વિશે નિવેદન કર્યું. ૨૮ નડિયાદ ૮ ઇંદોર. ૨૯ ઇંદોરૹ હિં દી સંમેલનમાં પ્રમુખપદે. ૩૦ ઇંદોરૹ સંમેલન ચાલુ.  નગર વ્યાખ્યાનમાળા તરફથી ભાષણ; સ્થળ દત્ત મંદિર.  ગુજરાતીઓ તરફથી માનપત્ર. ૩૧ ઇંદોરૹ સંમેલન ચાલુ.

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૮]

105


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂટક કિંમત _ 40

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

106

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

રજત અંક છૂટક કિંમત _ 25

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

[ માર્ચ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


કાકાસાહે બ કાલેલકર લિખિત કે ટલાંક પુસ્તકો

હિમાલયનો પ્રવાસ ₹ 100.00 જીવનપ્રદીપ ₹ 150.00

₹ 200.00

જીવતા તહે વારો

₹ 180.00

જીવનચિંતન ₹ 150.00

બાપુની ઝાંખી (સંક્ષિપ્ત) ₹ 20.00

જીવનલીલા ₹ 200.00

રખડવાનો આનંદ

જ્યાં દરે કને પહોંચવું છે ₹ 50.00

પ્રાસંગિક પ્રતિસાદ ₹ 200.00

ઓતરાતી દીવાલો જીવનસંસ્કૃ તિ ₹ 350.00

₹ 30.00

પરમ સખા મૃત્યુ ₹ 100.00

આ સંપુટની કુ લ કિ�મત રૂ. 1940 થાય છે. આખો સેટ ખરીદનારને

લોકજીવન ૧૦૭

₹ 150.00

રૂ. 1600માં આપવામાં આવશે.

– વ્યવસ્થાપક

સ્મરણયાત્રા

₹ 60.00


મશરૂવાળાના કલમે સત્યની સાધનાનાં આવશ્યક તપો...

૧૦૮


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.