Navajivanno Akshardeh June 2020

Page 1

વર્ષૹ ૦૮ અંકૹ ૬ સળંગ અંકૹ  ૮૬ •  જૂન ૨૦૨૦

છૂ ટક કિંમત ઃ _ ૧૫

હિં દ અને ચીન વચ્ચેના આ એક હજાર વરસ કે તેથીયે વધારે સમય સુધીના સંપર્ક દરમિયાન દરે ક દેશ એકબીજા પાસેથી માત્ર ધર્મ અને ફિલસૂફીના ક્ષેત્રમાં જ નહીં, જીવનને સ્પર્શતી કળાઓ અને વિદ્યાઓ વિશે પણ કંઈક ને કંઈક શીખ્યા. પણ ઘણું કરીને ચીનની હિં દ પર અસર થઈ તેના કરતાં ચીન પર હિં દની વધારે અસર થઈ. આ એક દુ:ખદ બીના છે, કેમ કે હિં દ ચીન પાસેથી તેનું સંગીન વહે વારુ શાણપણ શીખ્યું હોત તો તેને ઘણો લાભ થાત અને તેની મદદથી તે પોતાના વધારે પડતા ગગનવિહાર પર કંઈક અંકુશ મૂકી શકત. —જવાહરલાલ નેહરુ [‘મારું હિં દનું દર્શન’]

સ્વદેશી ધર્મ જાણનાર પોતાના કૂ વામાં ડૂ બી નહીં જાય. જ ે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકષ્ટથી જ બની શકે તે પરદેશના દ્વેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસી જાય તેમાં સ્વદેશી ધર્મ નથી. સ્વદેશી ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્વેષ કરશે જ નહીં એટલે પૂર્ણ સ્વદેશીમાં કોઈનો દ્વેષ નથી. એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી — અહિં સામાંથી  — ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે. — મો. ક. ગાંધી [‘મંગળપ્રભાત’]


વર્ષૹ ૦૮ સળંગ અંકૹ  ૮૬ •

અંકૹ ૬  જૂન ૨૦૨૦

છૂ ટક કિંમત ઃ _ ૧૫

તંત્રી

વિવેક દેસાઈ

૧. હિં દ અને ચીન. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . જવાહરલાલ નેહરુ. . . . .૧૬૩

સંપાદક

૨. સ્વદેશી. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . નરહરિ દ્વા. પરીખ. . . . ૧૭૨

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર

૩. બહિષ્કાર અને સ્વદેશી. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .મો. ક. ગાંધી. . . . .૧૭૬ ૪. પ્લેગના દિવસો. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .જોસેફ ડોક. . . . ૧૭૯ ૫. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . . ૧૮૨ ૬. અમેરિકાના અશ્વેતોનો ઇતિહાસ. . . . . . . . . . . . . . . . .મણિભાઈ ભ. દેસાઈ. . . . ૧૮૪

આવરણ ૧ રાષ્ટ્રીય સપ્તાહમાં સામૂહિક કાંતણ દરમિયાન ગાંધીજી અને નેહરુ, એપ્રિલ-૧૯૪૬

 ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… ������������������������������������૧૯૪

આવરણ ૪ ભૂલ્યા ત્યાંથી ફરી ગણો

[હરિજનબંધુ : ૧૭-૩-૧૯૪૬]

લવાજમ અંગે વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૨૦)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૨૦ એ ૨૦૨૦નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. ૧૬૨


હિં દ અને ચીન

જવાહરલાલ નેહરુ

હિં દ અને ચીન. એશિયાના આ બંને કદાવરોની લડાઈ વર્ચસ્વની છે. અનેક મોરચે ચાલી રહે લી આ લડાઈમાં જૂ ન મહિનામાં સરહદ પર સૈનિકોના જીવ હોમાયા. પછીથી પરસ્પર સમજૂ તીથી બંને દેશોએ વિવાદિત વિસ્તારથી પીછેહઠ કરી છે. હવે ચર્ચાનો દોર આરં ભાશે, સમજૂ તી થશે અને ફરી થોડા વખત માટે વાતાવરણ ઠરશે. હિં દ-ચીનના સંબંધોમાં છેલ્લા પાંચ દાયકાથી ટકરાવનો સંબંધ રહ્યો છે. આ ટકરાવ બે વખત યુદ્ધમાં પરિણમ્યો. સમયચક્રના થોડા સદી પાછળ જઈએ હિં દ-ચીનના સંબંધો સુમેળભર્યા રહ્યા છે. એકબીજાની સંસ્કૃ તિ જાણવા-પિછાણવા બંને તરફના લોકોએ તીવ્ર રુચિ દાખવી છે. સદીઓ સુધી આ પરં પરા ચાલતી રહી ને તે માટે બંને પક્ષે આદાનપ્રદાન અર્થે ખૂબ સંઘર્ષ પણ વેઠ્યો. હિં દ-ચીનના ઇતિહાસના આ જ્વલંત આદાનપ્રદાન વિશે જવાહરલાલ નેહરુએ ‘મારું હિં દનું દર્શન’ પુસ્તકમાં દીર્ઘ વર્ણન કર્યું છે. આ વાંચીને એટલો ખ્યાલ આવી શકે કે આવનજાવનના મર્યાદિત માર્ગો હોવા છતાં આ બંને ક્ષેત્રોમાં સારી એવી આપ-લે થઈ; જ ે આજ ે માત્ર બજાર પૂરતી સીમિત દેખા દે છે.

બૌદ્ધ ધર્મ મારફતે હિં દ અને ચીન એકબીજાની

સમીપ આવ્યાં અને તેમની વચ્ચે અનેક પ્રકારના સંબંધો ઊભા થયા. અશોકના રાજ્યઅમલ પહે લાં એ બે દેશો વચ્ચે એવો કશો સંપર્ક હતો કે કેમ એની મને ખબર નથી. ઘણું કરીને દરિયામાર્ગે બંને વચ્ચે વેપાર ચાલતો હતો અને ચીનમાંથી રે શમ અહીં આવતું હતું. આમ છતાં છેક પ્રાચીન કાળથી જમીનમાર્ગે પણ એ બંને વચ્ચે વહે વાર ચાલુ હશે અને એક દેશમાંથી બીજા દેશમાં લોકો આવતાજતા હશે એમ લાગે છે, કેમ કે હિં દના પૂર્વ તરફના સરહદી પ્રદેશમાં સામાન્ય રીતે મૉંગોલ સૂરતના લોકો જોવા મળે છે. નેપાળમાં એ બહુ મોટા પ્રમાણમાં નજરે પડે છે. પ્રાચીન કાળમાં જ ેને કામરૂપ તરીકે ઓળખવામાં આવતો હતો તે આસામ પ્રાંત તથા બંગાળમાં પણ ઘણી વાર તે જોવા મળે છે. પણ ઐતિહાસિક દૃષ્ટિએ અશોકના ધર્મપ્રચારકોએ એ બે દેશો વચ્ચેનો માર્ગ ખુલ્લો કર્યો અને ચીનમાં બૌદ્ધ ધર્મ ફે લાયો ત્યારથી ચીની યાત્રીઓ અને વિદ્વાનોનું હિં દમાં આવવાનું શરૂ થયું અને એ લાંબા પ્રવાસ ખેડીને સતત એક હજાર વરસ સુધી તેઓ હિં દમાં આવતા રહ્યા. તેઓ જમીનમાર્ગે પ્રવાસ કરતા હતા અને ગોબીનું રણ વટાવી તેમ જ મધ્ય એશિયાનો પહાડી તેમ જ સપાટ મુલક ઓળંગી नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]

હિમાલયમાં થઈને હિં દમાં આવતા હતા. એ ઘણો લાંબો, કષ્ટદાયી અને ભારે જોખમકારક પ્રવાસ હતો. અનેક હિં દી અને ચીનીઓ જતાં-આવતાં માર્ગમાં જ મરણશરણ થતા અને એક હે વાલમાં જણાવ્યા પ્રમાણે એ યાત્રીઓમાંના લગભગ નેવું ટકા જ ેટલા માર્ગમાં જ પૂરા થઈ જતા. જ ેમતેમ કરીને પોતાનો પ્રવાસ પૂરો કરી ઇચ્છિત સ્થાને પહોંચનારાઓમાંના ઘણા પછીથી ત્યાંથી પાછા ફરતા નહોતા અને પોતે અપનાવેલા મુલકમાં જ હં મેશને માટે વસવાટ કરતા હતા. બીજો પણ એક માર્ગ હતો. તે પહે લા માર્ગ કરતાં બહુ સલામત ન હતો પણ ટૂ કં ો હતો ખરો. એ દરિયાઈ માર્ગ હતો અને એ માર્ગે આવનારાઓ હિં દી ચીનમાં થઈ, જાવા, સુમાત્રા, મલાયા અને નિકોબારના ટાપુઓમાં થઈને હિં દમાં આવતા. આ માર્ગનો પણ ઘણો ઉપયોગ થતો હતો. કેટલીક વાર યાત્રીઓ જમીનમાર્ગે આવતા અને પછીથી દરિયાઈ માર્ગે પોતાને દેશ પાછા ફરતા. આખાયે મધ્ય એશિયામાં તેમ જ ઇન્ડોનેશિયાના અમુક ભાગોમાં બૌદ્ધ ધર્મ તેમ જ હિં દી સંસ્કૃ તિ ફે લાયાં હતાં અને એ વિશાળ પ્રદેશમાં ઠેકઠેકાણે સંખ્યાબંધ મઠો અને વિદ્યાનાં ધામો આવેલાં હતાં. આમ, હિં દી કે ચીનથી આવતાજતા યાત્રીને જમીન કે દરિયાઈ રસ્તે સર્વત્ર 163


આવકાર મળતો. ચીનથી આવનારા વિદ્વાનો કેટલીક વાર ઇન્ડોનેશિયાની કોઈક હિં દી વસાહતમાં કેટલાક માસ સુધી રોકાઈ જતા અને હિં દ આવતાં પહે લાં ત્યાં આગળ સંસ્કૃ ત ભાષા શીખી લેતા. હિં દી પંડિત ચીન ગયો હોવાનો પહે લવહે લો લેખિત પુરાવો કાશ્યપ માતંગ વિશે મળે છે. ’૬૭ની સાલમાં સમ્રાટ મિંગ-તીના રાજ્યઅમલ દરમિયાન તે ચીન પહોંચ્યો હતો. ઘણું કરીને તે એ સમ્રાટના આમંત્રણથી ત્યાં ગયો હતો. લો નદીના કાંઠા પર આવેલા લો-યંગ નામના સ્થળે તેણે વસવાટ કર્યો હતો. તેની સાથે ધર્મરક્ષક ત્યાં ગયો હતો અને તે પછીના સમયમાં ચીન જનારા નામાંકિત વિદ્વાનો બુદ્ધભદ્ર, જિનભદ્ર, કુ મારજીવ પરમાર્થ, જિનગુપ્ત અને બોધિધર્મ વગેરે હતા. એમાંનો દરે ક વિદ્વાન પોતાની સાથે ભિક્ષુઓ અથવા શિષ્યો લઈ ગયો હતો. એક વખતે (ઈશુની છઠ્ઠી સદીમાં) એકલા લો-યંગ પ્રાંતમાં જ ત્રણ હજાર કરતાં વધારે હિં દી ભિક્ષુઓ અને દસ હજાર હિં દી કુ ટુબ ં ો વસતાં હતાં. ચીનમાં જનારા આ હિં દી પંડિતો અનેક સંસ્કૃ ત ગ્રંથોની હસ્તપ્રતો પોતાની સાથે લઈ ગયા હતા અને એ ગ્રંથોનો તેમણે ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો એટલું જ નહીં, તેમાંના કેટલાક પંડિતોએ તો ચીની ભાષામાં મૌલિક ગ્રંથો પણ લખ્યા હતા. ચીની સાહિત્યમાં તેમણે સારોસરખો ફાળો આપ્યો હતો અને તેમાં કાવ્યોનો પણ સમાવેશ થતો હતો. ૪૦૧ની સાલમાં ચીન જનાર કુ મારજીવ સમર્થ લેખક હતો અને તેણે લખેલા ૪૭ જ ેટલા ગ્રંથો હજી આજ ે પણ ઉપલબ્ધ છે. એની ચીની શૈલી બહુ સારી ગણાય છે. તેણે મહાન હિં દી પંડિત નાગાર્જુનના જીવનચરિત્રનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. જિનગુપ્ત ઈશુની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં ચીન ગયો હતો. તેણે સંસ્કૃ તના ૩૭ ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. એના જ્ઞાન વિશે 164

ચીન જનારા નામાંકિત વિદ્વાનો બુદ્ધભદ્ર, જિનભદ્ર, કુમારજીવ પરમાર્થ, જિનગુપ્ત અને બોધિધર્મ વગેરે હતા. એમાંનો દરેક વિદ્વાન પોતાની સાથે ભિક્ષુઓ અથવા શિષ્યો લઈ ગયો હતો. એક વખતે (ઈશુની છઠ્ઠી સદીમાં) એકલા લો-યંગ પ્રાંતમાં જ ત્રણ હજાર કરતાં વધારે હિંદી ભિક્ષુઓ અને દસ હજાર હિંદી કુટુંબો વસતાં હતાં

લોકોમાં એટલો બધો આદર હતો કે તંગવંશનો સમ્રાટ તેનો શિષ્ય બન્યો હતો. ચીન અને હિં દ વચ્ચે આવા પંડિતોની અવરજવર સામસામી ચાલતી હતી અને અનેક ચીની વિદ્વાનો પણ અહીં આવતા. એમાંથી ફાહિયાન, સુંગયુન, હ્યુએન-ત્સાંગ અને ઇત્સીંગ સૌથી વધારે મશહૂર છે અને તેઓ પોતાના પ્રવાસના હે વાલો પોતાની પાછળ મૂકતા ગયા છે. ફાહિયાન પાંચમી સદીમાં હિં દમાં આવ્યો હતો. તે ચીનમાં ગયેલા કુ મારજીવનો શિષ્ય હતો. હિં દ જવા નીકળવાને વખતે તે પોતાના ગુરુની રજા લેવા ગયો ત્યારે કુ મારજીવે તેને જ ે કંઈ કહ્યું તેનું મજાનું વર્ણન મળી આવે છે. કુ મારજીવે તેને માત્ર ધાર્મિક જ્ઞાન મેળવવામાં જ પોતાના પ્રવાસનો બધો વખત ન ગાળતાં હિં દના લોકોનાં જીવન તથા તેમની ટેવો અને રીતરિવાજોનો કંઈક વિગતે અભ્યાસ કરવાનો આદેશ આપ્યો હતો, જ ેથી ચીન તેમને તેમ જ તેમના દેશને સમગ્રપણે સમજી શકે. ફાહિયાને પાટલીપુત્રની વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો. હિં દ આવેલા યાત્રીઓમાં સૌથી મશહૂર હ્યુએનત્સાંગ સાતમી સદીમાં અહીં આવ્યો હતો. એ સમયે ચીનમાં મહાન તંગવંશનો અમલ ચાલતો હતો અને ઉત્તર હિં દમાં સમ્રાટ હર્ષવર્ધન રાજ્ય કરતો હતો. [ જૂન ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


હ્યુએન-ત્સાંગ જમીનમાર્ગે હિં દ આવ્યો હતો. ગોબીનું રણ વટાવી તુરફાન અને કૂ ચા, તાસ્કંદ અને સમરકંદ તેમ જ બલ્ખ, ખોતાન અને યારકંદ થઈ હિમાલય ઓળંગીને તે હિં દમાં આવ્યો હતો. તે પોતાનાં અનેક સાહસોની, પાર કરે લાં અનેક જોખમોની, મધ્ય એશિયાના બૌદ્ધ રાજકર્તાઓ તથા મઠોની તેમ જ ભારે આસ્થાવાળા બૌદ્ધ તુર્કોની વાતો આપણને કહે છે. હિં દભરમાં બધે તે ફર્યો હતો અને જ્યાં ગયો તે સ્થળો તથા ત્યાંના લોકોનું તેણે ઝીણવટભર્યું અવલોકન કર્યું હતું અને તેના સાંભળવામાં આવેલી મજાની અને કેટલીક ચિત્રવિચિત્ર વાતોની તેણે નોંધ કરી છે. તે જ્યાં ગયો ત્યાં તેનો આદરસત્કાર કરવામાં આવ્યો હતો. તેણે પાટલીપુત્રની નજીક આવેલી નાલંદાની મહાન વિદ્યાપીઠમાં રહીને ઘણાં વરસો સુધી વિદ્યાભ્યાસ કર્યો હતો. એ વિદ્યાપીઠ જ્ઞાન અને વિદ્યાની અનેક શાખાઓની ઉપાસનાને માટે મશહૂર હતી, ને દેશના દૂરમાં દૂરના ખૂણામાંથી પણ ત્યાં આગળ વિદ્યાર્થીઓ આવતા હતા. ત્યાં આગળ દસ હજાર જ ેટલા વિદ્યાર્થીઓ અને સાધુઓ વસવાટ કરીને રહે તા હતા એમ કહે વામાં આવે છે. હ્યુએન-ત્સાંગે ત્યાં આગળ ન્યાયના આચાર્યની ઉપાધિ મેળવી હતી અને છેવટે તે એ વિદ્યાપીઠનો ઉપાચાર્ય બન્યો હતો. હ્યુએન-ત્સાંગનું પુસ્તક सी-यु-की બહુ જ રસપ્રદ છે. सी-यु-कीનો અર્થ પશ્ચિમના રાજ્યનો (એટલે કે, હિં દનો) હે વાલ એવો થાય છે. જ્યારે ચીનનું પાટનગર સી-આન-ફુ વિદ્યા ને કળાનું મહાન કેન્દ્ર હતું એવે સમયે એક અતિ સંસ્કારી દેશમાંથી આવનારા આ પ્રવાસીની હિં દની તે સમયની પરિસ્થિતિ વિશેની નોંધો અને તેનાં વર્ણનો ભારે કીમતી છે. અહીંની શિક્ષણવ્યવસ્થા વિશે તે આપણને કહે છે : બાલ્યકાળથી તેનો આરં ભ થતો હતો અને ધીમે ધીમે તે વિદ્યાપીઠની કોટિ સુધી नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]

પહોંચતું હતું. વિદ્યાપીઠમાં (૧) વ્યાકરણ, (૨) શિલ્પ તેમ જ કળાકારીગરી, (૩) વૈદક, (૪) ન્યાય, અને (૫) તત્ત્વજ્ઞાન વગેરે વિષયો શીખવવામાં આવતા હતા. ખાસ કરીને હિં દીઓનો વિદ્યાપ્રેમ જોઈને તે છક થઈ ગયો હતો. બધા ભિક્ષુઓ અને સાધુઓ શિક્ષકનું કામ કરતા હોવાથી અમુક પ્રકારનું પ્રાથમિક શિક્ષણ પણ બહોળા પ્રમાણમાં ફે લાયેલું હતું. હિં દના લોકો વિશે તે કહે છે : ‘સામાન્ય લોકો સ્વાભાવિક રીતે જ મોજીલા હોવા છતાં પ્રામાણિક અને ખાનદાન છે. નાણાવ્યવહારમાં તેઓ સરળ છે અને ન્યાયનો અમલ કરવામાં ઉદાર વલણવાળા છે. . . વ્યવહારમાં તેઓ છેતરપિંડી કે દગોફટકો કરતા નથી અને પોતાના કોલ તથા વચનનું વફાદારીથી પાલન કરે છે. તેમના શાસનધારાઓમાં ખૂબ વિવેકદૃષ્ટિ અને પ્રામાણિકતા દેખાઈ આવે છે અને તેમના વર્તનમાં અત્યંત નમ્રતા અને મીઠાશ છે. ત્યાં આગળ ગુનેગારો અને બળવાખોરોનું પ્રમાણ બહુ જૂ જ છે અને પ્રજાને તેમનો ત્રાસ ક્વચિત જ વેઠવો પડે છે.’ વળી તે જણાવે છે : ‘રાજ્યતંત્ર ઉદાર સિદ્ધાંતો પર રચાયેલું હોવાથી વહીવટી તંત્ર પણ સાદું છે… લોકો પાસે વેઠ કરાવવામાં આવતી નથી… આ રીતે લોકો પરનો કરનો બોજો પણ બહુ હળવો છે. વેપારરોજગારમાં પડેલા વેપારીઓ ધંધાર્થે એક સ્થળેથી બીજ ે સ્થળે સુખેથી જઈ શકે છે.’ હ્યુએન-ત્સાંગ જ ે રસ્તે આવ્યો હતો તે જ રસ્તે એટલે કે, મધ્ય એશિયાને માર્ગે ચીન પાછો ફર્યો. પોતાની સાથે તે ઘણા સંસ્કૃ ત ગ્રંથોની હસ્તપ્રતો ચીન લેતો ગયો. ખોરાસાન, ઇરાક, મોસલ અને છેક સિરિયાની સરહદ સુધીના વિશાળ પ્રદેશમાં બૌદ્ધ ધર્મનો કેટલો મોટો પ્રભાવ હતો એનો તાદૃશ ખ્યાલ આપણને તેના વૃત્તાન્ત ઉપરથી આવે છે. આમ છતાં ત્યાં આગળ એ સમયે બૌદ્ધ ધર્મની અવનતિ શરૂ થઈ ગઈ હતી. અરબસ્તાનમાં 165


ઇસ્લામનો ઉદય થઈ ચૂક્યો હતો અને એ બધા પ્રદેશમાં તે થોડા જ વખતમાં ફે લાવાનો હતો. ઈરાનીઓને વિશે હ્યુએન-ત્સાંગ એક મજાની વાત લખે છે : ‘વિદ્યાની તેમને ઝાઝી પડી નથી, પણ પોતાનું સઘળું લક્ષ તેઓ કળાકારીગરીની વસ્તુઓ બનાવવામાં આપે છે. તેઓ જ ે વસ્તુ બનાવે છે તેની પડોશના દેશોમાં ખૂબ કદર કરવામાં આવે   છ.ે ’ તે પહે લાંના અને તે પછીના સમયની પેઠ ે એ વખતે પણ ઈરાને પોતાનું સઘળું લક્ષ જીવનની સુંદરતા તેમ જ તેના લાલિત્યમાં વૃદ્ધિ કરવામાં પરોવ્યું હતું. અને તેની અસર એશિયામાં દૂર સુધી પહોંચી હતી. ગોબીના રણની સીમા પર આવેલા તુરફાનના નાનકડા પણ અજબ પ્રકારના રાજ્ય વિશે પણ હ્યુએન-ત્સાંગ આપણને કંઈક કહે છે. ત્યાં આગળ ખોદકામ કરવામાં આવ્યું છે તે પરથી હમણાંનાં થોડાં વરસોમાં આપણે તેને વિશે થોડુ ં વધારે જાણ્યું છે. અહીંયાં અનેક સંસ્કૃ તિઓ આવીને એકઠી મળી હતી અને તે બધીના સંગમમાંથી એક સમૃદ્ધ સંસ્કૃ તિ વિકસી હતી. એ સંસ્કૃ તિ ચીન, હિં દ, ઈરાન અને છેક ગ્રીસમાંથી પણ પ્રેરણા મેળવતી હતી. ત્યાંની ભાષા આર્યકુ ળની હતી, તે હિં દની તેમ જ ઈરાનની ભાષામાંથી ઊતરી આવી હતી અને અમુક અંશે તે યુરોપની કેલ્ટ ભાષાઓ સાથે મળતી આવતી હતી. ત્યાંનો ધર્મ હિં દમાંથી આવ્યા હતો અને આચારવિચાર ચીની હતા. કળાની વસ્તુઓ ત્યાંના લોકોએ ઈરાન પાસેથી લીધી હતી. બુદ્ધ અને બીજાં દેવદેવીઓની મનોરમ મૂર્તિઓ તેમ જ ભીંતચિત્રોનો પોશાક ઘણી વાર હિં દના જ ેવો અને માથાનાં આભૂષણો ગ્રીસના જ ેવાં હોય છે. ગ્રુસે કહે છે કે, આ દેવીઓ ‘હિં દુ ચાપલ્ય, ગ્રીસનું સૌંદર્ય અને ચીનનું લાલિત્ય વ્યક્ત કરે છે.’ હ્યુએન-ત્સાંગ પોતાના વતનમાં પાછો ફર્યો ત્યારે ત્યાંના સમ્રાટ તેમ જ પ્રજાએ તેનું સન્માન કર્યું. પછી 166

હ્યુએન-ત્સાંગનો હિંદનો પ્રવાસ તેમ જ હિંદ અને ચીન એ બંને દેશોમાં તેની ભારે પ્રતિષ્ઠા હતી તેને પરિણામે ઉભય દેશના રાજકર્તાઓ વચ્ચે રાજકીય સંબંધ શરૂ થયો. કનોજના હર્ષવર્ધન અને તંગવશી સમ્રાટે પરસ્પર એકબીજાના દરબારમાં એલચીઓ મોકલ્યા હતા

તે પોતાના પ્રવાસનું પુસ્તક લખવાના તેમ જ પોતાની સાથે તે જ ે અનેક ગ્રંથો લાવ્યો હતો તેનો અનુવાદ કરવાના કામે વળગ્યો. ઘણાં વરસ ઉપર તે હિં દ જવા માટેના પોતાના પ્રવાસે નીકળ્યો ત્યારે એમ કહે વાય છે કે તંગવંશી સમ્રાટે પાણીમાં મૂઠી ધૂળ નાખીને તેને પીવા આપતાં કહ્યું કે, ‘તું આ પ્યાલો પીએ એ ઇચ્છવા જોગ છે, કેમ કે પોતાના દેશની એક મૂઠીભર માટી પરદેશના દસ હજાર રતલ સોના કરતાં અદકી છે એમ કહે વાતું નથી કે?’ હ્યુએન-ત્સાંગનો હિં દનો પ્રવાસ તેમ જ હિં દ અને ચીન એ બંને દેશોમાં તેની ભારે પ્રતિષ્ઠા હતી તેને પરિણામે ઉભય દેશના રાજકર્તાઓ વચ્ચે રાજકીય સંબંધ શરૂ થયો. કનોજના હર્ષવર્ધન અને તંગવશી સમ્રાટે પરસ્પર એકબીજાના દરબારમાં એલચીઓ મોકલ્યા હતા. હ્યુએન-ત્સાંગે પોતે પણ હિં દ સાથેનો પોતાનો સંપર્ક જાળવી રાખ્યો હતો. હિં દમાંના પોતાના મિત્રો સાથે તે પત્રવહે વાર કરતો હતો અને તેમની પાસેથી સંસ્કૃ ત ગ્રંથોની હસ્તપ્રતો મંગાવતો હતો. મૂળ સંસ્કૃ તમાં લખાયેલા એવા બે પત્રો ચીનમાં સાચવી રાખવામાં આવ્યા છે. એમાંનો એક હિં દના બૌદ્ધ પંડિત સ્થવિર પ્રજ્ઞાદેવે ૬૫૪ની સાલમાં હ્યુએન-ત્સાંગ પર લખ્યો હતો. આરં ભમાં અભિવંદન કર્યા પછી તે ઉભયના મિત્રો અને તેમની [ જૂન ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


સાહિત્યિક પ્રવૃત્તિઓ વિશે લખે છે. પછી તે જણાવે છે, ‘અમે તમને ભૂલ્યા નથી એના પુરાવામાં સફે દ કપડાંની બે જોડ અમે તમને મોકલીએ છીએ. માર્ગ ઘણો લાંબો છે. એટલે તમે અમારી આ નજીવી ભેટની ઉપેક્ષા કરશો નહીં અને તેને સ્વીકારી લેશો. તમને જ ે કંઈ સૂત્રો તેમ જ શાસ્ત્રો જોઈતાં હોય તેની યાદી કરીને અમને મોકલી આપજો. અમે તેમની નકલ કરીને તમને મોકલી આપીશું.’ હ્યુએનત્સાંગ આના જવાબમાં કહે છે : ‘હિં દમાંથી તાજ ેતરમાં અહીં પાછા આવેલા એલચી પાસેથી જાણ્યું કે ગુરુવર્ય શીલભદ્ર વિદેહ થયા છે. એ ખબર જાણીને મને અપાર દુ:ખ થયું… હં ુ , હ્યુએનત્સાંગ મારી સાથે જ ે સૂત્રો અને શાસ્ત્રગ્રંથો લાવ્યો હતો તેમાંથી મેં યોગાચાર્યના भूमिशास्त्रના ગ્રંથનો તેમ જ બીજા ગ્રંથોના મળીને કુ લ ત્રીસ ગ્રંથોના અનુવાદ કર્યા છે. મારે આપને નમ્રતાપૂર્વક જણાવવું જોઈએ કે સિંધુ નદી પાર કરતાં શાસ્ત્ર-ગ્રંથોનું એક પોટલું મેં ગુમાવ્યું હતું. આ પત્રની સાથે કેટલાક ગ્રંથોની યાદી હં ુ મોકલું છુ .ં આપની અનુકૂળતાએ તે મોકલી આપવાને હં ુ આપને વિનંતી કરું છુ .ં કેટલીક નજીવી ચીજો હં ુ આપને ભેટ મોકલું છુ ં તે સ્વીકારીને મને આભારી કરશો.1 હ્યુએન-ત્સાંગે નાલંદાની વિદ્યાપીઠ વિશે પણ આપણને ઘણું કહ્યું છે અને તેને વિશે બીજા વૃત્તાંતો પણ મળી આવે છે. આમ છતાં થોડાંક વરસો પર હં ુ ત્યાં ગયો અને નાલંદાનાં ખોદી કાઢવામાં આવેલાં ખંડિયેરો મેં જોયાં ત્યારે તેનો વિસ્તાર અને જ ે મોટા પાયા પર તેની યોજના કરવામાં આવી હતી તે જોઈને હં ુ વિસ્મય પામ્યો હતો. માત્ર એનો થોડો ભાગ જ ખોદીને ખુલ્લો કરવામાં આવ્યો છે અને બાકીના ભાગ પર લોકો વસે છે. પણ એટલા 1. इन्डिया एन्ड चाइना નામના ડૉ. પી. સી. બાગચીના પુસ્તકમાંથી (કલકત્તા, ૧૯૪૪).

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]

હ્યુએન-ત્સાંગે નાલંદાની વિદ્યાપીઠ વિશે પણ આપણને ઘણું કહ્યું છે અને તેને વિશે બીજા વૃત્તાંતો પણ મળી આવે છે. આમ છતાં થોડાંક વરસો પર હું ત્યાં ગયો અને નાલંદાનાં ખોદી કાઢવામાં આવેલાં ખંડિયેરો મેં જોયાં ત્યારે તેનો વિસ્તાર અને જે મોટા પાયા પર તેની યોજના કરવામાં આવી હતી તે જોઈને હું વિસ્મય પામ્યો હતો

ભાગમાંયે મોટા મોટા ખંડો છે અને તેમની આસપાસ પથ્થરની ભવ્ય ઇમારતો છે. હ્યુએન-ત્સાંગના મરણ બાદ થોડા વખત પછી બીજો એક ચીની યાત્રી હિં દમાં આવ્યો હતો. તેનું નામ ઈ-ત્સિંગ હતું. ૬૭૧ની સાલમાં તે ચીનથી નીકળ્યો હતો અને હુગલીના મુખ પર આવેલા તામ્રલિપ્તિ નામના હિં દના બંદરે પહોંચતાં તેને લગભગ બે વરસ લાગ્યાં હતાં, કેમ કે તે દરિયામાર્ગે આવ્યો હતો અને શ્રીભોગ (આજનું સુમાત્રાનું પાલેમબંગ) કેટલાક માસ સંસ્કૃ ત શીખવા માટે રોકાયો હતો. તેની આ દરિયામાર્ગેની મુસાફરી સૂચક છે, કેમ કે તે વખતે મધ્ય એશિયામાં પરિસ્થિતિ ઘણું કરીને અશાન્ત હતી અને ત્યાં આગળ રાજકીય ફે રફારો થતા હતા. વળી એ પ્રદેશમાં ઠેકઠેકાણે આવેલા અને હિં દ જતા-આવતા યાત્રીઓનું સ્વાગત કરનારા બૌદ્ધ મઠો પણ બંધ થઈ ગયા હોવા જોઈએ. ઇન્ડોનેશિયામાં હિં દી વસાહતો સ્થપાવાને લીધે તેમ જ હિં દ અને આ દેશો વચ્ચે કાયમ વેપાર ચાલતો હતો તથા તેમની વચ્ચે બીજા સંબંધો પણ ચાલુ થયા હતા, તેથી સમુદ્રનો રસ્તો વધારે સગવડભર્યો થઈ પડ્યો હોય એવો સંભવ છે. ઈ-ત્સિંગના અને બીજાઓના હે વાલ પરથી માલૂમ પડે છે કે એ વખતે ઈરાન, હિં દ, 167


મલાયા, સુમાત્રા અને ચીન વચ્ચે વહાણવટુ ં ચાલતું હતું. ઈ-ત્સિંગે ક્વાંગતુંગથી ઈરાની વહાણમાં સફર કરી હતી અને પહે લો તે સુમાત્રા ગયો હતો. ઈ-ત્સિંગે પણ નાલંદા વિદ્યાપીઠમાં લાંબા વખત સુધી વિદ્યાભ્યાસ કર્યો હતો અને તે પોતાની સાથે સેંકડો સંસ્કૃ ત ગ્રંથો ચીન લઈ ગયો હતો. ખાસ કરીને તેને બૌદ્ધ ધર્મક્રિયાઓ અને વિધિઓની ઝીણી ઝીણી વિગતો વિશે બહુ રસ હતો અને તે વિશે તેણે વિસ્તારથી લખ્યું છે. પણ તે અહીંનાં રીતરિવાજો, પ્રથાઓ, પહે રવાઓઢવાના રિવાજો તેમજ ખોરાક વિશે પણ ઘણું કહે છે. આજની પેઠ ે તે વખતે પણ ઉત્તર હિં દનો સામાન્ય ખોરાક ઘઉંનો અને દક્ષિણ તથા પૂર્વ હિં દનો ચોખાનો હતો. કદી કદી લોકો માંસાહાર પણ કરતા, પણ એકંદરે માંસાહારનું પ્રમાણ બહુ ઓછુ ં હતું. (ઘણું કરીને ઈ-ત્સિંગ બીજાઓ કરતાં બૌદ્ધ ભિક્ષુઓ વિશે આપણને વધારે કહે છે) ઘી, તેલ, દૂધ અને મલાઈ સર્વત્ર જોવામાં આવતાં હતાં અને મીઠાઈઓ તથા ફળફળાદિ વિપુલ પ્રમાણમાં હતાં. આચારની શુદ્ધતાને હિં દીઓ હમેશાં મહત્ત્વ આપતા આવ્યા હતા એ વાતનો ઈ-ત્સિંગે ઉલ્લેખ કર્યો છે. ‘પંચ પ્રાંતના દેશ હિં દ અને બીજા દેશો વચ્ચે પ્રથમ અને મુખ્ય તફાવત એ છે કે હિં દના લોકો પવિત્રતા અને અપવિત્રતા વચ્ચે વિશિષ્ટ પ્રકારનો ભેદ પાડે છે.’ વળી, ‘ખાતાં વધેલું રાખી મૂકવાનો ચીનમાં રિવાજ છે તે હિં દના આચારના નિયમોથી વિરુદ્ધ   છ.ે ’ ઈ-ત્સિંગ સામાન્ય રીતે હિં દનો ઉલ્લેખ સી-ફેં ગ એટલે કે, પશ્ચિમ દેશ તરીકે કરે છે પણ એ આર્યદેશને નામે ઓળખાતો હતો એમ તે આપણને જણાવે છે : ‘આર્યદેશ — આર્ય એટલે ઉમદા અને દેશ એટલે મુલક — એટલે કે, ઉમદા દેશ એવું પશ્ચિમ દેશનું નામ છે. તેનું એવું નામ પડ્યું છે એનું કારણ એ છે કે, ત્યાં હરહં મેશ ઉમદા ચારિત્ર્યના માણસો પાકે 168

ચીનમાં પણ સંસ્કૃતનો ખૂબ અભ્યાસ થતો હોવો જોઈએ. કેટલાક ચીની વિદ્વાનોએ સંસ્કૃતઉચ્ચારના નિયમો ચીની ભાષામાં દાખલ કરવાનો પ્રયત્ન કર્યો હતો એ જાણીને આનંદ થાય છે. એનો સૌથી જાણીતો દાખલો શાઉ-વેન નામના ભિક્ષુનો છે. તે તંગવંશના સમયમાં થઈ ગયો છે. તેણે એ ઢબની વર્ણમાળા ચીનમાં ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો

છે અને લોકો એ નામથી એ દેશનાં ગુણગાન ગાય છે. એને મધ્યદેશ પણ કહે વામાં આવે છે, કારણ કે તે સેંકડો દેશોની વચ્ચે આવેલો છે. એ નામથી બધા જ લોકો સુપરિચિત છે. ઉત્તરની જાતિઓ માત્ર (હુ અથવા મોંગોલ કે તુર્ક જાતિઓ) એ આર્ય દેશને હિં દુ (સિન-તુ) કહે છે પણ એ નામ બહુ પ્રચલિત નથી. એ કેવળ દેશી નામ છે અને એનું ઝાઝું મહત્ત્વ નથી. હિં દના લોકો એ નામ જાણતા નથી અને હિં દનું સૌથી યોગ્ય નામ આર્યદેશ છે.’ ...હિં દ માટે તેમ જ ઘણી હિં દી વસ્તુઓ માટે ઈ-ત્સિંગને બહુ આદર હતો પણ પોતાના દેશ ચીનને તે પ્રથમ સ્થાન આપતો હતો એમ સ્પષ્ટપણે જણાવે છે. હિં દ આર્યદેશ અથવા ‘ઉમદા ભૂમિ’ હોય તો ચીન તેને માટે दैवी भूमि હતી. ‘હિં દના પંચ પ્રદેશના લોકો પોતાની વિશુદ્ધિ અને ઉમદાપણા માટે ગૌરવ લે છે. પણ ઉચ્ચ કોટિની સંસ્કારિતા, સાહિત્યિક સૌષ્ઠવ, ઔચિત્ય, ઔદાર્ય, સ્વાગત અને વિદાયને અંગેની વિધિઓ, ખોરાકની સુમધુરતા તથા ખૂબ પરગજુ પણું અને ન્યાયપરાયણતા તો ચીનમાં જ જોવામાં આવે છે અને એ બધી બાબતોમાં બીજો કોઈ પણ દેશ ચીનને ટપી જઈ શકે એમ નથી.’ ‘શસ્ત્રક્રિયા કરીને તેમ જ ડામ દઈને રોગ મટાડવામાં અને નાડીજ્ઞાનમાં હિં દનો કોઈ પણ ભાગ ચીન કરતાં [ જૂન ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


કદી પણ ચડી ગયો નથી; જીવન લંબાવવા માટેની દવાઓ તો ચીનમાં જ મળી આવે છે… માણસોનાં ચારિત્ર્ય અને વસ્તુઓના ગુણો પરથી ચીનને दैवी भूमि કહે વામાં આવે છે. હિં દના પંચ પ્રાંતોમાં ચીનની પ્રશંસા ન કરનાર કોઈ છે ખરો?’ ચીની સમ્રાટને માટે સંસ્કૃ ત ભાષામાં દેવપુત્ર શબ્દ વાપરવામાં આવ્યો છે. ઈ-ત્સિંગ પોતે સંસ્કૃ તનો સારો વિદ્વાન હતો. તે સંસ્કૃ ત ભાષાની પ્રશંસા કરે છે અને કહે છે કે ઉત્તર તેમ જ દક્ષિણના દૂર દૂરના દેશોમાં એના પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે… ‘તો પછી દૈવી ભૂમિના (ચીન) અને સ્વર્ગીય ભંડારના (હિં દ) લોકો એ ભાષાના સાચા નિયમો શીખે એ કેટલું બધું જરૂરી છે! ચીનમાં પણ સંસ્કૃ તનો ખૂબ અભ્યાસ થતો હોવો જોઈએ. કેટલાક ચીની વિદ્વાનોએ સંસ્કૃ તઉચ્ચારના નિયમો ચીની ભાષામાં દાખલ કરવાનો પ્રયત્ન કર્યો હતો એ જાણીને આનંદ થાય છે. એનો સૌથી જાણીતો દાખલો શાઉ-વેન નામના ભિક્ષુનો છે. તે તંગવંશના સમયમાં થઈ ગયો છે. તેણે એ ઢબની વર્ણમાળા ચીનમાં ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. હિં દમાંથી બૌદ્ધ ધર્મ નષ્ટ થતાં હિં દ અને ચીન વચ્ચેની પંડિતોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ. હિં દમાંનાં બૌદ્ધ તીર્થોની મુલાકાતે જોકે ચીની યાત્રીઓ પ્રસંગોપાત્ત હજી પણ આવતા હતા. અગિયારમી સદી અને તે પછીની રાજકીય ક્રાંતિઓ દરમિયાન સંખ્યાબંધ બૌદ્ધ સાધુઓ પુરાણા ગ્રંથોની હસ્તપ્રતોનાં ગાંસડાંપોટલાં બાંધીને નેપાળ ચાલ્યા ગયા અથવા હિમાલય ઓળંગીને તિબેટમાં જઈને વસ્યા. હિં દના પ્રાચીન સાહિત્યનો સારો સરખો ભાગ આ રીતે અને એ પહે લાં પણ ચીન અને તિબેટમાં ચાલ્યો ગયો અને હમણાંનાં વરસોમાં એ મૂળ ગ્રંથો અથવા ઘણુંખરું તેમના અનુવાદો ત્યાંથી શોધી કાઢવામાં આવ્યા છે. કેવળ બૌદ્ધ ધર્મને લગતા नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]

કેવળ બૌદ્ધ ધર્મને લગતા જ નહીં, બ્રાહ્મણ ધર્મને લગતા તેમ જ ખગોળવિદ્યા, ગણિતશાસ્ત્ર, વૈદક વગેરેના હિંદના પ્રમાણભૂત ગ્રંથો પણ ચીની અને તિબેટી ભાષાના અનુવાદોમાં જાળવી રાખવામાં આવ્યા છે. ચીનમાંના સુંગ-પાઓના સંગ્રહમાં આવા આઠ હજાર જેટલા ગ્રંથો હોવાનું ધારવામાં આવે છે

જ નહીં, બ્રાહ્મણ ધર્મને લગતા તેમ જ ખગોળવિદ્યા, ગણિતશાસ્ત્ર, વૈદક વગેરેના હિં દના પ્રમાણભૂત ગ્રંથો પણ ચીની અને તિબેટી ભાષાના અનુવાદોમાં જાળવી રાખવામાં આવ્યા છે. ચીનમાંના સુંગપાઓના સંગ્રહમાં આવા આઠ હજાર જ ેટલા ગ્રંથો હોવાનું ધારવામાં આવે છે. તિબેટમાં પણ એવા ઘણા ગ્રંથો છે. હિં દી, ચીની તથા તિબેટી પંડિતો ઘણી વાર સહકારથી કાર્ય કરતા હતા. બૌદ્ધ પરિભાષાનો સંસ્કૃ ત — તિબેટી — ચીની શબ્દકોશ આવા પ્રકારના સહકારનો નોંધપાત્ર દાખલો છે અને હજી તે મોજૂ દ છે. એ શબ્દકોશ નવમી કે દસમી સદીનો છે અને તેનું નામ महाव्युत्पत्ति છે. ચીનમાંથી મળી આવેલા સૌથી પ્રાચીન છાપેલા ગ્રંથોમાં સંસ્કૃ ત ગ્રંથોનો સમાવેશ થાય છે. એ ગ્રંથો છેક આઠમી સદીથી માંડીને મળી આવે છે અને તે લાકડાનાં બીબાંથી છાપવામાં આવ્યા હતા. દસમી સદીમાં ચીનમાં રાજ્ય તરફથી છાપકામ કરનારા મંડળની સ્થાપના કરવામાં આવી હતી અને તેથી સુંગ યુગ સુધીમાં છાપવાની કળા ઝડપથી ખીલી હતી. હિં દી અને ચીની વિદ્વાનો વચ્ચે ગાઢ સંપર્ક હતો અને સેંકડો વરસ સુધી તેઓ પુસ્તકો અને હસ્તપ્રતોની પરસ્પર આપલે કરતા હતા. છતાં એ ગાળા દરમિયાન હિં દમાં છાપેલાં પુસ્તકોની કશી 169


નિશાની મળતી નથી એ ખરે ખર આશ્ચર્યકારક છે અને એનું નિરાકરણ કરવું મુશ્કેલ છે. લાકડાનાં બીબાંથી છાપવાની કળા ઘણા જૂ ના સમયમાં ચીનમાંથી તિબેટમાં ગઈ હતી અને મારા ધારવા પ્રમાણે હજી પણ ત્યાં પ્રચલિત છે. મોંગોલ અથવા યુઆનવંશના સમયમાં (૧૨૬૦થી ૧૩૬૮) ચીની છાપવાની કળા યુરોપ પહોંચી હતી. પહે લવહે લી તે જર્મનીમાં દાખલ થઈ અને પંદરમી સદી દરમિયાન તે ત્યાંથી બીજા દેશોમાં પ્રસરી. હિં દમાંના અફઘાન અને મોગલ અમલ દરમિયાન પણ હિં દ અને ચીન વચ્ચે પ્રસંગોપાત્ત રાજદ્વારી સંપર્ક સધાતો હતો. દિલ્હીના સુલતાન મહં મદ બિન તઘલખે (૧૩૨૬-૫૧) મશહૂર આરબ પ્રવાસી ઇબ્ન બતૂતાને પોતાના એલચી તરીકે ચીનના રાજદરબારમાં મોકલ્યો હતો. તે સમયે બંગાળે દિલ્હીનું આધિપત્ય ફગાવી દીધું હતું અને તે સ્વતંત્ર રાજ્ય બન્યું હતું. ચૌદમી સદીના વચગાળામાં ચીનના સમ્રાટે બંગાળના સુલતાનના દરબારમાં હુ-શીન અને ફીન શીન નામના પોતાના બે એલચીઓ મોકલ્યા હતા. આને પરિણામે સુલતાન ગ્યાસુદ્દીનના અમલ દરમિયાન બંગાળમાંથી ચીનમાં એક પછી એક ઘણા એલચીઓ મોકલવામાં આવ્યા હતા. ચીનમાં આ મીંગવંશી સમ્રાટોનો કાળ હતો. ૧૪૧૪ની સાલમાં સૈયદુદ્દીને મોકલેલું એલચીમંડળ પોતાની સાથે ચીની સમ્રાટને માટે કેટલીક ભેટો લઈ ગયું હતું. એ ભેટોમાં એક જિરાફ પણ હતું. એ વખતે હિં દમાં જિરાફ કેવી રીતે આવી પહોંચ્યું એ એક કોયડો છે. ઘણું કરીને એ આફ્રિકાથી ભેટમાં આવ્યું હશે અને એક વિરલ પ્રાણી તરીકે ત્યાં એની કદર થશે એમ ધારીને તે મીંગ સમ્રાટને મોકલવામાં આવ્યું હશે. સાચે જ, ચીનમાં એની ભારે કદર થઈ, કેમ કે ત્યાં કૉન્ફ્યૂશિયસના અનુયાયીઓ જિરાફને શુભ ચિહ્ન તરીકે લેખતા 170

બૌદ્ધ યુગ દરમિયાન હિંદ અને ચીન વચ્ચે ધમધોકાર વેપાર ચાલતો હતો. હિંદમાંના અફઘાન અને મોગલ અમલ દરમિયાન પણ એ ચાલુ રહ્યો હતો અને બંને દેશો વચ્ચે સતત માલની આપ-લે ચાલુ રહી હતી. માલની આ અવરજવર હિમાલયના ઉત્તર ઘાટોમાં થઈને તેમ જ મધ્ય એશિયામાં થઈને જતા પુરાણા વણજારને માર્ગે થતી હતી

હતા. એ પ્રાણી જિરાફ જ હતું એ વિશે શંકા નથી, કારણ કે તેનું લાંબું વર્ણન આપવામાં આવ્યું છે, તે ઉપરાંત રે શમ પર તેનું ચીની ચિત્ર પણ મોજૂ દ છે. એ ચિત્ર ચીતરનાર સમ્રાટના ચિત્રકારે તેની લંબાણથી તારીફ કરી છે અને તેમાંથી નીપજતાં શુભ પરિણામો પણ વર્ણવ્યાં છે. ‘તેને જોવા માટે પ્રધાનો તેમ જ લોકો એકઠા મળ્યા હતા અને તે જોઈને તેમના આનંદનો પાર ન રહ્યો.’ બૌદ્ધ યુગ દરમિયાન હિં દ અને ચીન વચ્ચે ધમધોકાર વેપાર ચાલતો હતો. હિં દમાંના અફઘાન અને મોગલ અમલ દરમિયાન પણ એ ચાલુ રહ્યો હતો અને બંને દેશો વચ્ચે સતત માલની આપ-લે ચાલુ રહી હતી. માલની આ અવરજવર હિમાલયના ઉત્તર ઘાટોમાં થઈને તેમ જ મધ્ય એશિયામાં થઈને જતા પુરાણા વણજારને માર્ગે થતી હતી. દરિયામાર્ગે પણ એ બંને દેશો વચ્ચે વેપાર ચાલતો હતો. અગ્નિ એશિયાના ટાપુઓ થઈને ખાસ કરીને દક્ષિણ હિં દનાં બંદરો સાથે એ વેપાર ચાલતો હતો. હિં દ અને ચીન વચ્ચેના આ એક હજાર વરસ કે તેથીયે વધારે સમય સુધીના સંપર્ક દરમિયાન દરે ક દેશ એકબીજા પાસેથી માત્ર ધર્મ અને ફિલસૂફીના ક્ષેત્રમાં જ નહીં, જીવનને સ્પર્શતી કળાઓ અને વિદ્યાઓ વિશે પણ કંઈક ને કંઈક [ જૂન ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


શીખ્યા. પણ ઘણું કરીને ચીનની હિં દ પર અસર થઈ તેના કરતાં ચીન પર હિં દની વધારે અસર થઈ. આ એક દુ:ખદ બીના છે, કેમ કે હિં દ ચીન પાસેથી તેનું સંગીન વહે વારુ શાણપણ શીખ્યું હોત તો તેને ઘણો લાભ થાત અને તેની મદદથી તે પોતાના વધારે પડતા ગગનવિહાર પર કંઈક અંકુશ મૂકી શકત. ચીને હિં દ પાસેથી ઘણું ઘણું લીધું, પણ તે પોતાની રીતે લઈને તેને પોતાના જીવનના તાણાવાણામાં ક્યાંક સારી રીતે ગોઠવી દેવા જ ેટલું સમર્થ અને આત્મવિશ્વાસ ધરાવનારું હમેશાં રહ્યું હતું.1 બૌદ્ધ ધર્મ તેમ જ તેની જટિલ ફિલસૂફીને પણ કૉન્ફ્યૂશિયસ અને લાઓ-ત્સેના સિદ્ધાંતોનો પાસ લાગ્યો હતો. બૌદ્ધ ફિલસૂફીની ‘આ સંસાર અસાર છે’ એવી નિરાશાવાદી દૃષ્ટિ પણ ચીની લોકોના જીવન માટેનો પ્રેમ તેમ જ તેમની વિનોદવૃત્તિને બદલી કે દાબી દઈ શકી નહોતી. ચીનની એક પુરાણી કહે વત જણાવે છે કે : ‘સરકારના હાથમાં તમે સપડાયા તો તે તમને ફટકા મારીને મારી નાખશે; જો તમે બૌદ્ધોના પંજામાં સપડાયા તો તેઓ તમને ઉપવાસ કરાવીને મારી નાખશે!’ સોળમી સદીની मंकी એટલે કે, વાંદર નામની મશહૂર નવલકથામાં — વુ ચેન-એન નામના માણસે એ લખી હતી અને આર્થર વેલીએ તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે — હિં દ આવતાં માર્ગમાં હ્યુએનત્સાંગનાં પૌરાણિક અને અદ્ભુત પરાક્રમની વાત આવે છે. હિં દને કરવામાં આવેલા અર્પણથી એ નવલકથા પૂરી થાય છે : ‘બુદ્ધ ભગવાનની પવિત્ર

ચીનની એક પુરાણી કહેવત જણાવે છે કે : ‘સરકારના હાથમાં તમે સપડાયા તો તે તમને ફટકા મારીને મારી નાખશે; જો તમે બૌદ્ધોના પંજામાં સપડાયા તો તેઓ તમને ઉપવાસ કરાવીને મારી નાખશે!’

ભૂમિને હં ુ આ ગ્રંથ અર્પણ કરું છુ .ં આશ્રયદાતા અને ગુરુની કરુણાના કંઈક વળતરરૂપ એ થાઓ, નિરાધાર અને દુ:ખિયાંઓનાં દુ:ખનું તે નિવારણ કરો…’ ઘણી સદીઓ સુધી હિં દ અને ચીન વચ્ચેનો સંબંધ તૂટી ગયો હતો, પણ એ બંને દેશો કોઈક અગમ્ય ભાવિના પ્રેર્યા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રભુત્વ નીચે આવી પડ્યા. હિં દને એની ધૂંસરી નીચે લાંબા વખત સુધી સહન કરવું પડ્યું. ચીનનો તેની સાથે સંપર્ક ટૂ કં ો હતો પણ એને લીધે ત્યાં અફીણ અને વિગ્રહ આવ્યાં. અને હવે ભાગ્યચક્ર આખો ફે રો પૂરો કરી રહ્યું છે, હિં દ અને ચીન ફરીથી એકબીજા તરફ નજર કરવા લાગ્યાં છે અને ભૂતકાળની અગણિત સ્મૃતિઓ તેમના ચિત્તમાં ઊભરાય છે. તેમની વચ્ચે આડા પડેલા પહાડો, જમીન અથવા હવાઈ માર્ગ ઓળંગીને નવીન પ્રકારના યાત્રીઓ આશ્વાસન અને શુભેચ્છાના સંદેશા લઈને ફરીથી આવવા લાગ્યા છે. એ રીતે એ બે દેશો વચ્ચે કાયમી મૈત્રીનાં નવાં બંધનો નિર્માણ થતાં જાય છે.

1. ચીનની નવી પુનર્જાગૃતિના આગેવાન પ્રો. હુ શી હે ભૂતકાળના इन्डियनाइझेशन ऑफ चायना વિશે લખ્યું છે.

[અનુ. મણિભાઈ ભ. દેસાઈ]

o

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]

171


સ્વદેશી નરહરિ દ્વા. પરીખ

“સ્વદેશી ધર્મ જાણનાર પોતાના કૂવામાં ડૂબી નહીં જાય. જે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકષ્ટથી જ બની શકે તે પરદેશના દ્વેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસી જાય તેમાં સ્વદેશી ધર્મ નથી. સ્વદેશી ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્વેષ કરશે જ નહીં એટલે પૂર્ણ સ્વદેશીમાં કોઈનો દ્વેષ નથી. એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી — અહિંસામાંથી — ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે.” [મો. ક. ગાંધી; મંગળપ્રભાત પૃ. ૪૦] i

ગાંધીજીનો સંદર્ભ આપીને સ્વદેશીના વિચારને ગાંધીયુગના સારસ્વત નરહરિ દ્વા. પરીખે ‘માનવ અર્થશાસ્ત્ર’ પુસ્તકમાં સરળ રીતે સમજાવ્યો છે. સ્વદેશીના વિચારમાં સ્વાર્થ, સંકુચિતતા નથી, બલકે ગાંધીજી સ્વદેશીમાં પરમાર્થ જોતા હતા. આ ઉપરાંત, સ્વદેશીના વિચારને લઈને થતા બહિષ્કાર સંદર્ભે પણ ગાંધીજીએ વિચાર રજૂ કર્યા છે, જ ેનું સંકલન ‘ગાંધી શિક્ષણ : સ્વદેશી’ પુસ્તકમાં થયું છે. હાલના સ્વદેશી વિચારમાં થયેલી ભેળસેળમાં સ્પષ્ટતા મેળવવા અર્થે આ બંને લેખો ઉપયોગી થાય એમ છે.

ગાંધીજીની આખી આર્થિક યોજનાનો પાયો

સ્વદેશી છે. આપણા દેશમાં સ્વદેશી હિલચાલનો જન્મ, પરદેશી ઉદ્યોગધંધાની હરીફાઈમાં આપણા દેશના ઉદ્યોગધંધાને રક્ષણ આપવાની અને દેશી કારીગરીને ઉત્તેજન આપવાની જરૂરિયાતોમાંથી થયો છે. આપણા દેશમાં પરદેશી માલના ઢગલા થવા માંડ્યા અને દેશના ઉદ્યોગધંધા પડી ભાંગવા લાગ્યા ત્યારે એ ધંધાને બચાવવા માટે સરકારે પરદેશથી આયાત થતા માલ ઉપર જકાતો નાખવાની જરૂર હતી. પણ સરકાર પરદેશી હોઈ તેને એવી કશી પડી ન હતી. ઊલટુ ં તેની દાનત તો આપણા દેશને ભોગે પોતાના દેશના ઉદ્યોગધંધા ખીલવવાની હતી. એટલે સ્વદેશી હિલચાલ દ્વારા લોકોએ આ કામ પોતાના હાથમાં લીધું. પણ ગાંધીજીએ સ્વદેશીનો આટલો સંકુચિત અર્થ કર્યો નથી. ગાંધીજીના સ્વદેશીમાં તો કેવળ પરદેશના જ યંત્રોદ્યોગો સામે નહીં પણ આપણા દેશના કારખાનાવાળા સામે પણ આપણાં ગામડાંના ઉદ્યોગોને રક્ષણ આપવાની વાત છે. આપણા દેશના કેટલાયે નાના નાના ઉદ્યોગો મરવા પડ્યા છે અને કેટલાક તો મરી પણ ગયા છે તેનું કારણ વિદેશી તેમ જ દેશી મોટાં કારખાનાં છે. આપણા 172

ગ્રામઉદ્યોગો આપણી ખેતીને પોષક હતા. આપણા ખેડૂતોને બારે મહિના કામ નથી હોતું એટલે નવરાશના વખતમાં તેઓ ખાદીનો અથવા બીજો ઉદ્યોગ કરીને ટેકો મેળવતા. પણ શરૂઆતમાં પરદેશી અને પછીથી દેશી મિલોના કાપડને લીધે ખાદીનો ઉદ્યોગ નાશ પામ્યો અને તે જ રીતે કારખાનામાં તૈયાર થયેલા માલને લીધે બીજા ગ્રામઉદ્યોગો નાશ પામ્યા. આપણા દેશના ખેડૂતોની કંગાલિયત તથા ફરજિયાત બેકારીનું જ ે દર્શન ગાંધીજીને થયેલું છે તેવું આપણા મોટામાં મોટા આંકડાશાસ્ત્રી કે અર્થશાસ્ત્રીને કદાચ નહીં થયું હોય. એનું પૃથક્કરણ કરતાં ગાંધીજીને જણાયું કે સ્વદેશીનું વિસ્મરણ એ આપણી આજની દુર્દશાનું મોટામાં મોટુ ં કારણ છે. સ્વદેશીને તેઓ અત્યારનો યુગધર્મ કહે છે. “બધા સમજી શકે એવો, બધાને જ ે પાળવાની આ યુગમાં, આ દેશમાં બહુ આવશ્યકતા છે એવો કયો સ્વદેશી ધર્મ હોઈ શકે? જ ેના સહજ પાલનથી પણ હિં દુસ્તાનના કરોડોની રક્ષા થઈ શકે એવો કયો સ્વદેશી ધર્મ હોય? જવાબમાં રેં ટિયો તથા ખાદી મળ્યાં.” પાછળથી બીજા ગ્રામઉદ્યોગોનો પણ તેમાં ઉમેરો કરવામાં આવ્યો. આ સ્વદેશી ધર્મ કેવળ આપણા દેશને જ નહીં [ જૂન ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


પણ સૌ દેશોને માટે આવશ્યક છે. આજ ે એકેએક સુધરે લો ગણાતો અને ઉદ્યોગધંધામાં આગળ વધેલો દેશ પોતાના દેશનો માલ બીજા દેશમાં ઘુસાડવા પ્રયત્ન કરી રહ્યો છે. દેશપરદેશનાં બજારો કબજ ે કરવા માટે એ મોટા ગણાતા દેશો વચ્ચે જીવલેણ હરીફાઈ ચાલી રહી છે. વળી તે માટે જકાતો નાખી પરદેશી માલને પોતાના દેશમાં આવતો અટકાવવાની તથા પોતાના દેશના ઉદ્યોગોને જુ દી જુ દી રીતે મદદ આપી પોતાના દેશનો માલ પરદેશનાં બજારોમાં ખડકી ત્યાં સોંઘો વેચવાની પ્રથાનો આશ્રય પણ લેવામાં આવે છે. એ ઉપરાંત બજારો કબજ ે કરવા રાજકીય સત્તાનો તથા કુ ટિલ નીતિનો તેમ જ લશ્કરી બળનો ઉપયોગ પણ છૂટથી કરવામાં આવે છે. દરે ક દેશને પોતપોતાના વેપારઉદ્યોગના રક્ષણ માટે શસ્ત્રસજ્જ રહે વું પડે છે; અને જનતા એ લશ્કરી ખર્ચના બોજા નીચે કચડાઈ મરે છે. પ્રથમ મહાયુદ્ધ પણ આવી વેપારી હરીફાઈનું જ પરિણામ હતું અને બીજુ ં વિશ્વયુદ્ધ પણ એવાં જ કારણે થયું. આખી દુનિયા આ યુદ્ધોથી ત્રાહિ ત્રાહિ પોકારી રહી છે. સઘળા દેશો શુદ્ધ સ્વદેશીનું પાલન કરતા થઈ જાય એ આ ભયંકર યુદ્ધ-પરં પરામાંથી બચવાનો એકમાત્ર ઉપાય છે. તેથી જ ગાંધીજી સ્વદેશીને આ યુગના મહારોગનું મહાઔષધ કહે છે. મોટાં કારખાનાંમાં મજૂ રવર્ગનું શોષણ થાય છે અને ઉત્પાદન સમાજને જરૂરી વસ્તુઓ પૂરી પાડવાના ઉદ્દેશથી નહીં પણ નફાના ઉદ્દેશથી થતું હોવાથી ઘણીયે જરૂરની વસ્તુઓ વિના લોકો રવડતા હોય ત્યારે ભળતી જ વસ્તુઓનું વધારે પડતું ઉત્પન્ન થાય છે, તેના ઉપાય તરીકે કાર્લ માર્ક્સ ઉત્પાદનનાં તમામ સાધનો ઉપર સમાજની અથવા રાજ્યની માલકી કરી નાખી ઉત્પાદનને નિયંત્રિત કરવાનું કહે છે. પણ સમાજવાદની મીમાંસામાં नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]

આપણે જોઈ ગયા કે ઉત્પાદનનાં સાધનો ઉપર રાજ્યની માલકી થાય, પણ રાજ્ય ઉપર લોકોની માલકી ક્યાં થઈ શકે છે? કોઈ પણ રાજ્ય ખરું પ્રજાસત્તાક તો ત્યારે કહે વાય જ્યારે આમવર્ગ રાજ્યના વહીવટ ઉપર ખરો કાબૂ ધરાવી શકતો હોય. પણ રાજ્યમાં — રશિયામાં સુધ્ધાં — જોવામાં આવતો નથી. પશ્ચિમનો પ્રજાતંત્રનો પ્રયોગ નિષ્ફળ ગયો છે એમ મોટા મોટા રાજ્યનીતિજ્ઞ પુરુષોનું કહે વું છે. એ તંત્રની કેવળ રચનામાં જ નહીં પણ તેના પાયામાં ખામી છે. એ આખું તંત્ર હિં સા ઉપર રચાયેલું છે. જ્યારે ગાંધીજી કહે છે કે સમાજતંત્રના પાયા તરીકે, તેના મુખ્ય આધાર તરીકે અહિં સાનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી સાચું પ્રજાસત્તાક સ્થાપી શકાશે જ નહીં. અને અહિં સાના તત્ત્વ ઉપર સમાજને ચલાવવો હોય તો માનવજાતિની પ્રગતિને અત્યારને તબક્કે તો બહુ મોટાં તંત્રો આપણે ચલાવી શકીશું નહીં. કારણ મોટાં તંત્રને કેવળ લોકમતના બળ ઉપર ચલાવવાની શક્તિ અને આવડત હજી માણસે પ્રાપ્ત કરી નથી. માણસ એટલો વિકસિત નથી થયો. તેથી મોટાં તંત્રો ચલાવવા માટે રાજ્યદંડ અથવા લશ્કરી બળ અનિવાર્ય થઈ પડે છે. ઉત્પાદનને કેન્દ્રિત કરીને મોટા પાયા ઉપર ચલાવવા માટે મોટાં મોટાં કારખાનાંના તથા આંતરરાષ્ટ્રીય વેપારના અને નાણાવ્યવહારના રક્ષણ માટે કેન્દ્રિત રાજ્યસત્તા — અલબત્ત લશ્કરી બળવાળી — અનિવાર્ય છે. માટે આ લશ્કરી સત્તાની ધૂંસરીમાંથી છૂટવું હોય તો ગાંધીજી કહે છે કે અત્યારના સમાજના જટિલ અર્થવ્યવહારોને આપણે તિલાંજલિ આપવી પડશે અને આપણા વ્યવહારોને સાદા અને એકબીજાની ઉપર નૈતિક અસર પાડી શકાય એવા નાના ક્ષેત્રમાં મર્યાદિત કરવા પડશે. આજના અર્થપ્રકરણી અને રાજ્યપ્રકરણી પ્રશ્નોની ચર્ચામાં મોટા નાણાશાસ્ત્રીઓ, ઉદ્યોગશાસ્ત્રીઓ, 173


ધારાશાસ્ત્રીઓ તથા બીજા નિષ્ણાતોને રસ પડતો હશે, પણ સાધારણ માણસને તો એમાંનું કશું સમજાતું નથી. કેટલાક માણસો છાપામાં આ પ્રશ્નોની ચર્ચા વાંચી તથા નિષ્ણાતોએ રજૂ કરે લા તૈયાર અભિપ્રાયો મોઢે કરી આ બધી વસ્તુઓ સમજવાનો દાવો અથવા ડોળ કરી શકે છે પણ આવા પ્રશ્નો વિશે નિર્ણય કરવાની સત્તા તો દરે ક દેશમાં રાજ્યદંડ ધરાવતી એક નાની ટોળકીના હાથમાં જ હોય છે. અને એક દેશના બીજા દેશની સાથેના સંબંધની બાબતમાં પણ જ ે દેશ જબરો હોય તેનું ચાલે છે એટલે છેવટને સરવાળે તો આખી દુનિયાને ડરાવી શકનારા જબરા દેશના સત્તાધારી વર્ગ ઉપર જ બધો આધાર રહે છે. એટલે સામાન્ય માણસે, આમમાણસે જો પોતાની સ્વતંત્રતા સાચવવી હોય તો એણે પોતાની દુનિયાને નાની બનાવી દેવી પડશે. પોતે સમજી શકે અને તેના ઉપર અંકુશ પણ ધરાવી શકે એટલા પોતાના વ્યવહારો તેણે ટૂ કં ાવી નાખવા પડશે. પોતાના જીવનના આધારરૂપ વસ્તુઓ માટે અને જીવનની સાથે લાગતીવળગતી બીજી બાબતો માટે તેણે દૂરદૂરના નહીં પણ નજીકના સમાજ સાથે પોતાનો વ્યવહાર ગોઠવવો પડશે. તો જ તે સ્વતંત્રતા ભોગવી શકશે અને તો જ તે સાચા પ્રજાસત્તાકનો અનુભવ કરી શકશે. જીવનની રોજની જરૂરિયાતની વસ્તુઓનાં બજાર પણ આજ ે દુનિયાવ્યાપી થઈ ગયાં છે તે ગાંધીજીની સ્વદેશીની યોજનામાં નાબૂદ થઈ જાય છે. કારણ કે ગાંધીજી અત્યારની આખી ઉત્પાદનની પ્રથા જ બદલી નાખવા માગે છે. મૂડીદારી રચનામાં વેપારી અથવા સટોડિયા માટે અને સમાજવાદી રચનામાં રાજ્યના અમલદારની સૂચના પ્રમાણે લોકો માટે ઉત્પાદન થાય તેને બદલે ગાંધીજીની રચનામાં ઉત્પાદક મોટે ભાગે પોતાને માટે ઉત્પન્ન કરે છે. એક ગામ અથવા સમાન કુ દરતી પરિસ્થિતિવાળો 174

એક પ્રદેશ અર્થવ્યવહારનું લગભગ સ્વયંસંપૂર્ણ જ ેવું એક ઘટક બની રહે , દરે ક કુ ટુબ ં પાસે ઉત્પત્તિનાં સાધનો તેનાં પોતાનાં જ હોય, વસ્તુઓનું ઉત્પાદન નફાને માટે અથવા દૂરનાં બજારમાં એ માલ વેચવાને માટે નહીં, પણ પોતાની તથા પોતાના પાડોશીઓની અગાઉથી વિચારી લીધેલી જરૂરિયાતો પૂરી પાડવા માટે હોય, આવી વ્યવસ્થામાં વધારે પડતા ઉત્પાદનનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એ ગામ અથવા પ્રદેશનાં ઘણાંખરાં કુ ટુબ ં ો પોતાના ઉપભોગની લગભગ બધી જ વસ્તુઓ જાતે તૈયાર કરી લેતાં હોય, જ ે વસ્તુઓ જાતે ન બનાવી શકાતી હોય અને છતાં જરૂરની હોય તે વસ્તુઓ પણ જ્યાં સુધી પડોશમાં તૈયાર થતી હોય ત્યાં સુધી બહારથી લાવીને ન વાપરવાના સ્વાભાવિક ધર્મનું તેઓ પાલન કરતાં હોય, એટલે અત્યારે જ ે આયાતનિકાસના વેપારની મોટે ભાગે અનાવશ્યક અને નિરર્થક વૃદ્ધિ થઈ ગઈ છે, તથા જ ે વેપારે દેશ દેશ વચ્ચે લડાઈનું સ્વરૂપ પકડ્યું છે તે વેપાર આપોઆપ ઓછો થઈ જાય. પછી તો પોતાની પાડોશમાં જ ે વસ્તુઓ બનવી અશક્ય જ હોય, અથવા વધારે પડતી અને ન કરવા જ ેવી મહે નતે જ બની શકે તેવી હોય, તેની જ આયાત થાય, અને પોતાના પ્રદેશમાં બનતી વસ્તુઓથી આખા પડોશની જરૂરિયાતો પૂરી પડ્યા પછી જ ે ફાજલ રહે તેની જ નિકાસ થાય. આ યોજનામાં માણસને કચડી નાખનારાં રાક્ષસી યંત્રોનો ઉપયોગ નહીં થાય, એટલે સંભવ છે કે ઉત્પાદનનું પ્રમાણ ઓછુ ં થાય અથવા અત્યારે સાધારણ માણસને પણ કારખાનાંમાં બનેલી અનેક જાતની વસ્તુઓ વાપરવા મળે છે તે ન મળે. પહે લાં મોટા અમીરઉમરાવો અને રાજામહારાજાઓને પણ વાપરવા નહોતી મળતી એવી કેટલીયે વસ્તુઓ આજનો મામૂલી માણસ પણ વાપરતો થઈ ગયો છે, એમ કહી દુનિયાએ કેવડી મોટી આર્થિક પ્રગતિ [ જૂન ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


કરી છે એમ આજના અર્થશાસ્ત્રીઓ આપણને સમજાવે છે. અને તમે જો આ રીતે ગ્રામઉદ્યોગની અર્થરચના ઉપર જશો તો જીવનને અગવડભરે લું જ રાખશો એમ તેઓ કહે છે. પણ ગામડામાં થોડાક માણસોએ ‘ટૉર્ચ લાઇટ’ વાપરી, થોડાક જુ વાનિયાએ ‘રિસ્ટ વૉચ’ બાંધી અથવા ખિસ્સામાં ‘ફાઉન્ટન પેન’ રાખી અથવા થોડાકના ઘરમાં ‘પ્રાઇમસ’ સળગ્યો અથવા ગામમાં ‘પૅટ્રોમૅક્સ’નું અજવાળું વારતહે વારે થયું અથવા ગામના થોડાક નવરા જુ વાનિયાઓએ હોટેલમાં બેસીને ચાના કપ પીધા કે સિગારે ટો ફૂંકી અથવા થોડાક માણસોએ મોટરબસમાં મુસાફરી કરી તેથી શું લોકનાં દળદર ફીટ્યાં છે? લોકોને પેટપૂર ખાવાને અન્ન શું વધારે મળતું થયું છે? સારાં શાકભાજી લોકોને શું ખાવાને મળે છે? અથવા લોકોના પેટમાં દૂધ-ઘી શું વધારે જાય છે? એટલે આપણે પસંદગી તો પેલી અવળચંડી ચેનબાજી અને પૌષ્ટિક ખોરાક, શોષણ અને સલામતી, ગુલામી અને આઝાદી, એની વચ્ચે કરવાની છે. આ સ્વદેશી નીતિ અથવા ધર્મ સામે એમ કહે વામાં આવે છે કે આ નીતિ તો તમારી આસપાસ દીવાલો ઊભી કરી તેની વચ્ચે ગોંધાઈ મરવા જ ેવી છે. પોતાનાનું સાચવવા માટે પારકાનો દ્વેષ કરવાની આ નીતિ છે, એમ પણ કહે વામાં આવે છે. પણ આ શંકાઓ સ્વદેશીનો સાચો અર્થ ન સમજવાથી જ થાય છે. વિશાળ અથવા ઉદાર દૃષ્ટિ રાખવાને માટે ચોરને ચોરી કરતો અથવા લૂંટારાને લૂંટ કરતો ન અટકાવવો એમ તો કોઈ ન જ કહે . અત્યારનો વેપાર ચોર અને લૂંટ જ ેવો નથી તો બીજુ ં શું છે? આપણે સ્વદેશીનું પાલન કરી ગ્રામઉદ્યોગના સિદ્ધાંત ઉપરની અર્થરચના કરીએ તેથી સ્વદેશી કે વિદેશી મિલોવાળાના ધંધા ન ચાલે એમ બને. પણ તેથી દુનિયાને શું નુકસાન થવાનું હતું? દુનિયામાંથી नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]

એટલું શોષણ અને એટલી આપખુદી ઓછી થશે. અયોગ્ય રીતે જ ેઓ અર્થ સાધતા હોય અને સત્તા જમાવતા હોય તેમના એ અર્થનો અને સત્તાનો નાશ થાય તેમાં તેમને અને જગતને લાભ જ છે. જ ે પાડોશીઓ વચ્ચે આપણું જીવન રાતદિવસ જાય છે, જ ેમની અને આપણી વચ્ચે અનેક બાબતોમાં સંબંધો ઊપજ્યા છે અને ઊપજતા રહે છે, તેમની સાથે જ આપણો પહે લો વહે વાર ઘટે છે. આવા વહે વારની અવગણના કરી આખી દુનિયા સાથે વહે વાર બાંધવા જતાં દંભ અને ડોળ જ થાય અને સ્વદેશીથી જ ે વહે વાર છોડવાનું કહે વામાં આવે છે તે તો શોષક અને શોષિત વચ્ચેનો, જાલિમ અને ગુલામ વચ્ચેનો વહે વાર છે, પરાણે બંધાયેલો અથવા કુ ટિલ પ્રયોગોથી બંધાયેલો વહે વાર છે. બાકી સ્વાવલંબી અને તુલ્યબળ સમાજો એકબીજા સાથે સ્વેચ્છાપૂર્વક અને શુદ્ધ વ્યવહાર બાંધે તેની સ્વદેશીમાં ના છે જ નહીં. ગાંધીજી કહે છે કે : “સ્વદેશી ધર્મ જાણનાર પોતાના કૂ વામાં ડૂ બી નહીં જાય. જ ે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકષ્ટથી જ બની શકે તે પરદેશના દ્વેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસી જવું એમાં સ્વદેશી ધર્મ નથી. સ્વદેશી ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્વેષ કરશે જ નહીં. સંપૂર્ણ સ્વદેશીમાં કોઈનો દ્વેષ નથી. એ સાંકડો ધર્મ નથી — એ પ્રેમમાંથી, અહિં સામાંથી ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે.” જ ે આર્થિક સંબંધો સ્વદેશીને અંગે છોડવાના આવે છે તે તો જ ેમાં ખોટો સ્વાર્થ રહે લો છે, શોષણ રહે લું છે, દગોફટકો રહે લો છે, લૂંટ રહે લી છે, ગુલામી રહે લી છે, એ છે. બાકી શુદ્ધ આર્થિક સંબંધો જ ેટલા આવશ્યક હોય તેટલા ભલે ચાલુ રહે . અને વિદ્યા, સંસ્કાર, વગેરે અર્થેતર બાબતોને લગતા સંબંધો તો ચાલુ રહે જ. અશુદ્ધ અર્થસંબંધો બંધ થશે તો બીજા શુદ્ધ સંબંધોને વિશેષ અવકાશ મળશે. 175


બહિષ્કાર અને સ્વદેશી મો. ક. ગાંધી ૧. સ્વદેશી અને બૉયકૉટ1 વચ્ચેનો ભેદ સમજી લેવાની આવશ્યકતા છે. સ્વદેશી એ તો દેહ સાથે જકડાયલો ધર્મ છે, એ અચલિત છે. સ્વદેશી એ ધર્મભાવના છે. પ્રત્યેક મનુષ્યનું એ સ્વાભાવિક કર્તવ્ય છે. તેમાં લોકસંગ્રહ રહે લો છે. તીવ્ર રૂપે એક દિવસ આપણે સ્વદેશી પાળીએ તો આજ ે જ સ્વરાજ્ય હાથમાં છે. ૨. સ્વદેશીવ્રત વેર વાળવાના ઇરાદાથી કે સજા કરવાના ઇરાદાથી લેવાય જ નહિ. સ્વદેશીવ્રત કોઈ બીજા બનાવની ઉપર આધાર નથી રાખી શકતું. બૉયકૉટ એ કેવળ દુનિયાદારી અને રાજ્યપ્રકરણી હથિયાર છે, તેમાં દ્વેષભાવના રહે લી છે, સજા કરવાની વૃત્તિ રહે લી છે. બૉયકૉટથી અંતે હં ુ તો પ્રજાને બહુ નુકસાન જ જોઈ શકું છુ .ં જ ે સદાને સારુ સત્યાગ્રહી રહે વા ઇચ્છે છે, તેનાથી બૉયકૉટની પ્રવૃત્તિમાં હરગિઝ ભાગ લેવાય જ નહિ. ૩. સંપૂર્ણતાએ સત્યાગ્રહ પાળનાર સ્વદેશીવ્રત સિવાય રહી શકે નહિ. ફક્ત એક જ પરદેશના માલનો બહિષ્કાર કરીએ તો બીજા પરદેશોનો સડેલો માલ પણ આપણા દેશમાં ઘૂસી જાય એ ભૂલવાનું નથી. ૪. બહિષ્કારની અને સ્વદેશીની અસર સરખી જ છે એમ કહે વું એ બંનેને ન સમજવા જ ેવું છે. સ્વદેશી એ સનાતન સિદ્ધાંત છે, અને તેનો ત્યાગ કરી માણસજાતે અપાર દુ:ખ વહોરી લીધું છે. સ્વદેશમાં જ તૈયાર થતી ચીજોની બનાવટ તથા વહેં ચણી એ સ્વદેશીનો અર્થ છે. હાલના સંકુચિત સ્વરૂપમાં સ્વદેશીનો હે તુ ખેડૂતવર્ગ દ્વારા દર વર્ષે 1. કૅ પ્ટન બૉયકૉટ નામનો આયર્લાંડમાં એક જમીનદાર થઈ ગયો. તેનો સમાજ ે બહિષ્કાર કર્યો તે ઉપરથી કોઈ પણ માણસનો કે વસ્તુનો બહિષ્કાર કરવો તેને માટે ‘બૉયકૉટ’ શબ્દ વપરાવા માંડ્યો. 176

દેશના સાઠ કરોડ રૂપિયા બચાવવાનો છે. આમ કરવાથી વસ્તીના ૮૦ ટકા જ ેટલા ખેડૂતવર્ગને પુરવણી માટે જરૂરનો ઉદ્યોગ મળી શકે છે. ૫. સ્વદેશીમાં રચનાત્મક કાર્યક્રમ છે, ત્યારે બહિષ્કાર તો અંગ્રેજ લોકોને નાણાંના નુકસાનમાં ઉતારવાને આદરે લો કામચલાઉ પ્રયત્ન જ છે. એટલે બહિષ્કારથી આપણો હે તુ સાધવાને અયોગ્ય દબાણ પહોંચે છે. બહિષ્કારનો અમલ આગ્રહપૂર્વક લાંબી મુદત સુધી કરવામાં આવે તો કદાચ પરોક્ષ રીતે દેશી કારીગરોને ઉત્તેજન મળે. પરં તુ ‘બૉયકૉટ’નો અર્થ અંગ્રેજી માલના બહિષ્કાર પૂરતો જ થાય છે, એટલે જાપાન, અમેરિકા વગેરે બીજા દેશોના માલને આપણે ત્યાં વધારે ઉત્તેજન મળવાનું જ. હિં દના વેપાર-ધંધા પર જાપાનની દિનપ્રતિદિન વધતી જતી અસર હં ુ શાંતિથી સાંખી નથી શકતો. બહિષ્કારની ધારે લી અસર ઉપજાવવા માટે જ્યારે મહાજનસમુદાયે તેનો અમલ કરવા જોઈએ, ત્યારે એક જ વ્યક્તિ સ્વદેશીનું પાલન કરે તેથી દેશને એટલા પૂરતો પણ લાભ થાય છે. માણસોમાં ક્રોધની લાગણી ઉશ્કેરીને જ બહિષ્કારને સફળ કરી શકાય એમ છે. તેથી કદાચ અણધાર્યાં પરિણામો પણ આવે અને બંને પક્ષ વચ્ચે કાયમનો અણબનાવ પણ થાય, પણ ખાસ કરીને મારા જ ેવો કોઈ માણસ બહિષ્કારની હિલચાલ ચલાવે તો ક્રોધની લાગણીને અવકાશ ન રહે એમ કેટલાકનું ધારવું છે. આ મત વિશે હં ુ વાંધો ઉઠાવું છુ .ં અન્યાયથી પીડાતા માણસ સહે જ પણ અવસર મળતાં અનર્થ કરવા લલચાય એ બનવા જોગ છે. અંગ્રેજી માલનો બહિષ્કાર કરવાનું આવાને કહી આપણે અન્યાયીને સર કરવાનો વિચાર કેળવીએ છીએ, અને સજા કરતાં ક્રોધ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય જ. [ જૂન ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


૬. સહાય આપવાનું બંધ કરવામાં પણ બહિષ્કારના જ ેવું જ તત્ત્વ સમાયેલું છે. માત્ર એનો અમલ અશકય છે. એટલે દરજ્જે એ એાછુ ં અસરકારક છે. એમ એક લેખકે મારી વિરુદ્ધ કહ્યું છે. જો હં ુ અન્યાયીને સહાય આપું તો હં ુ અન્યાયમાં સામેલ જ છુ .ં એટલે અન્યાયનું સ્વરૂપ જ્યારે ઉગ્ર હોય, ત્યારે સહાય આપવાનું બંધ કરવું એ આપણો ધર્મ છે. એક વ્યક્તિમાત્ર પણ પોતાના આ ધર્મ પાળી તેટલા પ્રમાણમાં અસર ઉપજાવી શકે છે. બહિષ્કારમાં શિક્ષાની ભાવના સમાયેલી છે. એટલે તે આપણો ધર્મ નથી. તેથી બહિષ્કાર જ્યાં સુધી અસરકારક ન નીવડે, ત્યાં સુધી તો એ અર્થરહિત પ્રવૃત્તિ જ છે, અને મુઠ્ઠીભર માણસો બહિષ્કાર કરે એ તો આંગળી ચાટી પેટ ભરવા જ ેવું છે. ૭. છતાં હં ુ કબૂલ કરું છુ ં કે બહિષ્કારની સામેનો મારો મૂળ વિરોધ ધાર્મિક ભાવના પર રચાયેલો છે. પણ એનો તો એટલો જ અર્થ છે કે રાજદ્વારી ક્ષેત્રમાં ધાર્મિક ભાવનાનો પ્રયોગ કરવાનો મારો પ્રયત્ન છે. આ સ્થિતિ અંગ્જ રે લોકો ન સમજી શકે એ મને માન્ય નથી. દક્ષિણ આફ્રિકાના ગોરાઓને તે સમજાવતાં અને તેની કદર કરાવતાં મને જરા પણ મુશ્કેલી નહોતી પડી. વળી ધાર્મિક પ્રવૃત્તિની ધાર્મિક ભાવના સમજાય તો જ તે અસરકારક નીવડે એમ કંઈ નથી. મારી દલીલ એ જ છે કે શુદ્ધ ધાર્મિક પ્રવૃત્તિ સમજવામાં ઘણી સરળ છે અને આચરવામાં ઘણી સહે લી છે. ધર્મભાવના જો બરોબર અમલમાં મૂકી શકાય એવી ન હોય તો તે અર્થરહિત જ છે. આપણા હાથ મેલા હોય તે ધોવા જોઈએ એ સમજવું અને એમ કરવું તદ્દન સહે લું છે. છતાં પણ તત્ત્વતઃ એ ધાર્મિક પ્રવૃત્તિ જ   છ.ે ૮. “શરીર સાજુ ં તો મન તાજુ ”ં એ આત્માનું એક સૂત્ર છે, અને જો સ્વચ્છતાની ધાર્મિક ભાવના સિવાય પણ મેલા હાથ ધોવાની જરૂર છે એમ આપણે કબૂલ કરતા હોઈએ, તો બહિષ્કારની नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]

નિષ્ફળતામાં અને ચોક્કસ સંજોગોમાં સરકારને મદદ આપતા અટકવાની જરૂરિયાતમાં સમાયેલી ધાર્મિક ભાવના સમજવાની રાહ જોયા સિવાય તે બંનેનો સ્વીકાર કરવો ઉચિત છે. ૯. ત્યારે બહિષ્કાર વ્યવહારુ છે કે કેમ? દેશના સંગીન અને સ્થાયી હિતને ખાતર સ્વદેશીની સ્થાપના કરવાને માટે પરદેશી માલનો બહિષ્કાર કરવાને જ ે આપણા વેપારીઓ પ્રેરાતા નથી તો અંગ્રેજ લોકો પાસેથી ન્યાય મેળવવાને અમુક વખત સુધી એમના માલનો બહિષ્કાર કરવાની માગણી એમની પાસે કરવી એ વૃથા જ છે એવી મારી દૃઢ માન્યતા છે. અણીનો સમય ચૂક્યા પછી બહિષ્કારનો કશોયે અર્થ નથી. ઇચ્છિત પરિણામ લાવવા માટે તો તાત્કાલિક બહિષ્કારની જ જરૂર છે. મારા મત પ્રમાણે આપણે હજુ આવી તાત્કાલિક પ્રવૃત્તિને માટે કેળવાયેલા નથી. ક્ષણમાત્રની ચેતવણીથી જ ે કંઈ રચના કરી શકાય એમ છે તેના પ્રમાણમાં બહિષ્કારનું ક્ષેત્ર વિશાળ છે. વળી વર્ષો પૂર્વે જર્મનીએ પોતાનો માલ જ ેમ વિલાયતની મારફત હિં દુસ્તાનમાં પહોંચાડ્યો હતો, તેમ અંગ્રેજ કારીગરોને પોતાનો માલ જાપાન અથવા અમેરિકા મારફત હિં દુસ્તાનમાં પહોંચાડવામાં જરાયે મુશ્કેલી પડે એમ મને તે નથી લાગતું. ૧૦. હં ુ સ્વદેશીનો ચુસ્ત ભક્ત છુ ,ં કારણ કે એમાં વિકાસનો નિયમ જોવામાં આવે છે. જ ેમ તે આગળ વધે છે તેમ તે મજબૂત બને છે. કોઈ પણ રચના તેના ઉપયોગમાં આવી શકે છે. સરકાર અથવા અંગ્રેજ લોકોના ન્યાય કે અન્યાય સાથે સ્વદેશીનો કશો સંબંધ નથી. સ્વદેશીનો બદલો સ્વદેશીમાં જ રહે લો છે. તેમાં શક્તિનો બગાડ થતો નથી, નિષ્ફળતાને અવકાશ નથી. સ્વદેશીધર્મનું સહે જ પાલન પણ મનુષ્યોને મહા દુઃખમાંથી ઉગારે છે. એટલા માટે સ્વદેશી અને બહિષ્કાર વચ્ચે ઉત્તર-દક્ષિણ ધ્રુવના જ ેટલું અંતર છે. 177


પ્લેગના દિવસો રે વ. જોસેફ જ ે. ડોક મહામારીમાં કેટલું ઝડપભેર સારવાર-સેવાકાર્ય થવું જોઈએ, તેનું ઉદાહરણ ૧૯૦૪માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં જોવા મળ્યું હતું. પ્લેગની મહામારીના દિવસોમાં ગાંધીજીએ મોરચો સંભાળ્યો અને જોહાનિસબર્ગમાં મોટી હોનારત ટળી હતી. ‘ગાંધીજીનું પહે લું ચરિત્ર’ પુસ્તકમાં જોસેફ ડોકે આ ઘટનાક્રમ તાદૃશ રીતે આલેખ્યો છે.

૧૯૦૪ની સાલની શરૂઆતમાં અતિવૃષ્ટિ થઈ.

જોહાનિસબર્ગમાં બધે જળબંબાકાર થઈ ગયું. લાગલાગટ સત્તર દિવસ સુધી વર્ષાની હે લી ચાલુ રહી અને શહે રમાં બધે પાણી પાણી થઈ રહ્યું. એ પછી પ્લેગે દેખા દીધી. શરૂઆતમાં અને થોડા વખત સુધી તો મ્યુનિસિપાલિટીના અધિકારીઓ એ રોગ પારખી ન શક્યા, અને તેમણે જરૂરી તકેદારીનાં પગલાં લેવાની દરકાર ન કરી. ગાંધીને પોતાના દેશનો અનુભવ હતો એટલે એમને ખાતરી હતી કે આ છૂટાછવાયા કેસો પ્લેગના જ છે. એમને એવી દહે શત હતી કે જૂ ના લોકેશનની અનારોગ્યકારી હાલતને પરિણામે એ રોગચાળો મોટા પ્રમાણમાં ફાટી નીકળશે. ગાંધીના કહે વા પ્રમાણે લોકેશનની આ હાલત મ્યુનિસિપાલિટીની બેદરકારીને કારણે થઈ હતી. ગાંધીએ મ્યુનિસિપાલિટીને કાગળ લખીને પોતાના વિચારો જણાવ્યા અને તાકીદે પગલાં ભરવા વિનંતી કરી, પણ તેમનું કાંઈ વળ્યું નહીં. છેવટે, રોગચાળો એટલો ફે લાઈ ગયો કે તાબડતોબ પગલાં ભરવામાં ન આવે તો ઘણાના જીવ જવાનો ભય ઊભો થયો, ત્યારે એ સળવળી. એ વખતે ઇન્ડિયન ઓપીનિયન ના પ્રકાશક મદનજિત જોહાનિસબર્ગમાં રહે તા હતા. તેમણે ૧૮મી માર્ચે ગાંધીને હિં દીઓના લોકેશનમાંથી એક ચિઠ્ઠી લખી. તેમાં ચોંકાવનારા સમાચાર હતા. ખાણોમાંથી હિં દીઓને મરે લી અથવા મરણતોલ હાલતમાં લોકેશનમાં લાવવામાં આવ્યા હતા. એ બધા પ્લેગના ભયંકર રોગના ભોગ બન્યા હતા એમ માલૂમ પડ્યું હતું. તે દિવસે પ્લેગમાં સપડાયેલાનો આંકડો ૨૩ સુધી પહોંચ્યો હતો. 178

તેમાંથી ૨૧ જણનો રોગ જીવલેણ નીવડ્યો. ગાંધીએ તરત જ મામલો પોતાના હાથમાં લીધો. એમણે આરોગ્ય ખાતાના હં ગામી તબીબી અધિકારી ડૉ. પૅક્સને તથા ટાઉન ક્લાર્કને સંદેશો મોકલ્યો અને પોતે એક ઇન્સ્પેક્ટર સાથે સ્થળ પર દોડી ગયા. ત્યાં પહોંચીને તેમણે મૃત્યુ સાથે હાથોહાથની લડત આદરી. મદનજિત અને બીજા ચાર હિં દી સ્વયંસેવકોની મદદથી તેમણે એક ખાલી ગોદામનું તાળું તોડીને તેનો કબજો લીધો અને તેની ઇસ્પિતાલ બનાવી દીધી. જુ દાં જુ દાં રહે ઠાણોમાંથી દરદીઓને લાવીને ત્યાં ભેગા રાખ્યા. એક હિં દી ડૉક્ટર ગૉડફ્રે તરત જ તેમની મદદમાં જઈ પહોંચ્યા. તે આખો દિવસ અને રાત તેમણે અદ્ભુત સેવા બજાવી. તેમણે ચેપવાળા માણસોને આ રીતે સપાટાબંધ અલગ કરી દીધા એને લીધે જ કદાચ જોહાનિસબર્ગ કારમી હોનારતમાંથી ઊગરી ગયું. પાછલે પહોરે ટાઉન ક્લાર્કે ગાંધી સાથે લોકેશનની બહાર મસલત કરી અને એમણે જ ે કાર્ય કર્યું હતું તે બદલ તેમનો આભાર માન્યો. પણ તે સાથે ઉમેર્યું કે આજ ે હવે દરદીઓ માટે વધારે સગવડ થઈ શકે એમ નથી. એમનો હવાલો હં ુ તમને સોંપું છુ ં અને એ અંગે જ ે કાંઈ ખરચ કરવાની જરૂર પડે તે કરવાની સત્તા આપું છુ .ં “આવતી કાલે સવારે કોઈ સારી જગા મળી રહે શે.” એ નાનકડી ટુકડીએ ભારે લગનથી કામ કર્યું. એમને માટે એ ભયાનક અનુભવ હતો. આ ભયના ઓથાર તળે હિં દીઓએ એક જાહે રસભા બોલાવી અને ફાળો એકઠો કર્યો. હિં દી દુકાનદારોએ [ જૂન ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ચીજવસ્તુઓ પૂરી પાડી અને મદદ કરવા ઇચ્છનારાઓએ પોતાથી જ ે કાંઈ બની શક્યું તે ઊલટભેર કર્યું. રાત દરમિયાન એક પછી એક દરદીઓ દુઃખથી મરતા રહ્યા ; પણ ચેપ લાગવાને ભયે બીજા મદદ કરનારાઓ તેમની પાસે જતાં ડરતા હતા. પરં તુ ગાંધીના પોતાના પ્રભાવે અને ડૉ. ગૉડફ્રેના અથાક પરિશ્રમે દરદીઓની સારવાર કરવા માટે સ્વેચ્છાએ તૈયાર થયેલા મૂઠીભર સાથીદારોમાં ઉત્સાહનું સિંચન કર્યું અને તેમણે વીરતાપૂર્વક પોતાનું શુશ્રૂષાનું કામ ચાલુ રાખ્યું. રૅન્ડ પ્લેગ કમિટીએ પ્રસિદ્ધ કરે લા હે વાલમાં નીચે પ્રમાણે નોંધ છે : ૧૮મી માર્ચની સાંજ ે મિ. ગાંધી, ડૉ. ગૉડફ્રે અને મિ. મદનજિતે પોતે રસ લીધો અને જ ેટલા બીમાર હિં દીઓ મળ્યા તે બધાને તેમણે 1કુ લી લોકેશનના ૩૬ નંબરના રહે ઠાણમાં ખસેડ્યા. થોડી પથારીઓ, કામળા, વગેરે ભેગું કર્યું અને દરદીઓને પોતાથી બને એટલું સુવાણ કરવાનો પ્રયત્ન કર્યો… ૧૯મી એ સવારે સાડા છ વાગ્યે ડૉ. મૅકેન્ઝી અને આ હે વાલ લખનાર લોકેશનની મુલાકાતે ગયા. ત્યાં અમે લગભગ સત્તર દરદીઓને મરણ પામેલી અવસ્થામાં અથવા છેલ્લા શ્વાસ લેતા જોયા… ૧૯મી ને શનિવારે સવારે દરદીઓને પોતપોતાના ઘરમાંથી ૩૬ નંબરના રહે ઠાણમાં ખસેડવામાં આવ્યા. દરદીઓના ખાવાપીવાની અને સેવાચાકરીની બધી વ્યવસ્થા મુખ્યત્વે મો. ક. ગાંધી અને તેમના મિત્રો મારફત હિં દીઓએ 1. દક્ષિણ આફ્રિકાના ગોરા સંસ્થાનવાસીઓ બધા હિં દીઓને ‘કુ લી’ના હલકા નામે બોલાવતા અને એમને રહે વા માટે શહે રની બહાર અલાયદી રાખેલી જગાને ‘કુ લી લોકેશન’ (‘કુ લી’ઓની વસ્તી) કહે તા. — અનુ૰

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]

પોતે જ કરી લીધી હતી. એ ભયાનક દિવસો દરમિયાન સત્તાવાર રીતે થયેલા સુંદર કાર્યની સત્તાવાળાઓ તરફથી માત્ર આવી અછડતી નોંધ બહાર પાડવામાં આવી છે. ૧૯મી તારીખની વહે લી સવારે મ્યુનિસિપલ કાઉન્સિલે કામચલાઉ ઇસ્પિતાલ તરીકે વાપરવા માટે ગૅસના કારખાના પાસે આવેલું જૂ ના જકાતનાકાનું મકાન આપ્યું. તેને સાફસૂફ કરીને કામમાં લઈ શકાય એવી રીતે સજાવવાનું હિં દીઓ પર છોડી દેવામાં આવ્યું હતું. આ કામ માટે ત્રીસેક જણ તૈયાર થયા અને તેમણે બહુ જ થોડા સમયમાં એ મકાનને રહે વા લાયક બનાવી દીધું. પછી દરદીઓને ત્યાં લાવવામાં આવ્યા. એ પછી જોહાનિસબર્ગ હૉસ્પિટલમાંથી એક નર્સ મોકલવામાં આવી. ડૉ. પૅક્સને એ ઇસ્પિતાલના વડા નીમવામાં આવ્યા. પણ શનિવારે એમાં જ ે પચીસ દરદીઓને દાખલ કરવામાં આવ્યા તેમાંથી માત્ર પાંચ રવિવારની રાતે જીવતા હતા. એ પછી પ્લેગના દરદીઓને રીટફૉન્ટીનની ચેપી રોગની ઇસ્પિતાલમાં લઈ જવામાં આવ્યા. શંકાસ્પદ કેસો માટે ગાંધી અને ડૉક્ટર ગૉડફ્રેની દેખરે ખમાં ક્લિપસ્પ્રૂટમાં એક છાવણી ઊભી કરવામાં આવી. આ સજ્જનો ઉપરાંત લંડનની સાઉથ આફ્રિકા બ્રિટિશ ઇન્ડિયન કમિટીના મંત્રી તરીકે પ્રખ્યાત થયેલા મિ. એલ. ડબ્લ્યુ. રિચે અમૂલ્ય મદદ કરી હતી. તે વખતે એ ગાંધીના હાથ નીચે આર્ટિકલ ક્લાર્ક હતા અને એમના કામમાં મદદ કરવાની તક મળી એને મોટો લહાવો સમજતા હતા. એમણે પોતાના જાનનું જોખમ વહોરીને પણ પ્લેગના દરદીઓની ભક્તિભાવ અને લગનથી સારવાર કરી. આજ ે તે પોતાના વતનમાં છે. ત્યાં પણ તે પોતાની અસાધારણ બુદ્ધિશક્તિથી મનમાં જરા પણ કચવાટ રાખ્યા વિના હિં દીઓના ધ્યેયની એવી જ 179


એકનિષ્ઠાથી સુંદર અને ખંતભરી સેવા બજાવી રહ્યા છે. પ્લેગનો ઉપદ્રવ મહિનોમાસ રહ્યો હશે. એ ગાળામાં જોહાનિસબર્ગમાં થયેલાં મરણનો આંકડો ૧૧૩ પર પહોંચ્યો. એમાં ૨૫ ગોરા, ૫૫ હિં દીઓ, ૪ બીજા મિશ્ર વર્ણના અને ૨૯ કાફરા હતા. શરૂઆતના કટોકટીના દિવસો દરમ્યાન ઝડપભેર પગલાં લેવામાં આવ્યાં એને લીધે પ્લેગનું જોર તૂટી ગયું હતું. દરમિયાન જોહાનિસબર્ગમાં બધું રાબેતા મુજબ ચાલતું હતું. તેના પર જ ે ભય તોળાઈ રહ્યો

હતો, એનાથી તે લગભગ અજાણ હતું. મૂઠીભર હિં દીઓએ જ ે ભારે સેવા બજાવી હતી તેની તેને ખબર સરખી પડી નહોતી. પરં તુ જ ે લોકો આ જાણે છે, તેમને એક બીજી વાત યાદ આવે છે : હવે તે શહે રમાં એક ગરીબ, શાણો પુરુષ હતો. એણે પોતાના શાણપણથી શહે રને ઉગારી લીધું હતું ; પરં તુ તે ગરીબને કોઈ યાદ કરતું નહોતું. ઇતિહાસનું પુનરાવર્તન થયા કરે છે. [અનુ. બાલુભાઈ પારે ખ]

o

નવજીવનનો અક્ષરદેહ ઑનલાઇન વાંચી શકાય છે

180

https://issuu.com/navajivantrust

[ જૂન ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ ખિલાફત, સ્વદેશી અને અસહકારનો દોર આ માસમાં પણ અવિરતપણે ચાલી રહ્યો છે. ખિલાફતના આંદોલનને એક અરસો વીત્યો હોવા છતાં તે સંબંધમાં શંકાઓ વરસી રહી છે, ને ગાંધીજી તેના સતત જવાબ આપી રહ્યા છે. આ માસમાં नवजीवनના એક અંકમાં ‘ખિલાફત’ નામના લેખમાં તે અંગેના સવિસ્તર ઉત્તર ગાંધીજીએ આપ્યા છે. અહીં એક શંકા એવી કરવામાં આવી છે કે, “હિં દુસ્તાનના મુસલમાનોએ આ વિષય[તુર્ક સ્તાનના સુલતાન પ્રથમ વિશ્વયુદ્ધ પહે લાં જ ે દરજ્જો ભોગવતા હતા તે પાછો અપાવવાનો હતો]માં માથું મારવું જોઈએ નહીં. હજી તેઓને રાજકીય મહત્ત્વાકાંક્ષા હોય તોપણ તેઓ હવે પ્રયત્ન કરી ચૂક્યા છે અને તેઓ નિષ્ફળ થયા છે. તેથી હવે તેઓએ હાથ જોડીને બેસવું જોઈએ. જો આ લડતને તેઓ ધાર્મિક લેખતા હોય તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે હિં દુઓને તેમાં કશું લાગતુંવળગતું નથી.” ગાંધીજીએ આ શંકાનો આપેલો જવાબ : “હિં દુઓ મુસલમાન સાથે કેટલે અંશે જોડાઈ શકે તે પ્રશ્ન છે. આ એક લાગણી અને માન્યતાનો વિષય છે. એક વાજબી લડતમાં — જો તેનાં સાધનો તેના હે તુ જ ેવાં શુદ્ધ હોય તો — મારે મારા મુસલમાન ભાઈઓ સાથે અંત સુધી લડવું જોઈએ. મુસલમાનોની લાગણી હં ુ રોકી નથી શકતો. ખિલાફતનો સવાલ એ તેઓનો ધાર્મિક સવાલ છે અને તેને માટે તેઓએ પોતાના પ્રાણના ભોગે પણ ન્યાય મેળવવો જોઈએ એવું મુસલમાન ભાઈઓનું કથન મારે સ્વીકારવું જોઈએ.” ખિલાફત આંદોલનની જ ેમ સ્વદેશી અંગે ગાંધીજી મહદંશે સભાઓમાં પોતાના વિચાર રજૂ કરી રહ્યા છે. ૫   જૂનના રોજ નડિયાદમાં સંબોધેલી સભામાં તેઓ કહે છે : “ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ જ રીતથી હિં દુસ્તાનમાં પગપેસારો કર્યો હતો. આપણા દેશી ઉદ્યોગોનો પુનરુદ્ધાર કરવાને ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતાં પણ વધારે વ્યવસ્થાપક શક્તિ, ખંત અને કરકસર — વાણિયાબુદ્ધિ વાપરવી જોઈએ.” જલિયાવાલા બાગ હત્યાકાંડને લગતો હં ટર કમિટીનો રિપોર્ટ પણ આ જ ગાળામાં આવ્યો છે. આ રિપોર્ટની ટીકા ગાંધીજીએ नवजीवनમાં લખેલા ‘રાજકીય ગુપ્ત મંડળ’ નામના લેખમાં કરી છે. અહીં તેઓ લખે છે : “જુ લમગાર કેવળ બળથી જ કોઈને જીતી શક્યો નથી. સામે થઈ માઠાં પરિણામ ભોગવવા કરતાં ઘણા લોકો જુ લમીની ઇચ્છાને આધીન થાય છે. દમ દેવો તે જુ લમીની ખરી મૂડી છે. પણ ઇતિહાસમાં એવા દાખલા છે કે જ ેમાં જુ લમી પોતાની ઇચ્છાનો સ્વીકાર સામાવાળા પાસેથી નથી કરાવી શક્યો.” આમ અલગ-અલગ મુદ્દે ગાંધીજીની સતત પેરવી થતી રહી. હં મેશની જ ેમ મિત્રો-સંબંધી-સરકારને પત્રોનો દોર જારી છે. नवजीवन અને यंग इन्डियाમાં તેઓ લખાણો લખી રહ્યા છે. અહીં ‘જૂ ની મૂડી’ નામના લેખમાં ગાંધીજીએ જીવનલક્ષી કેટલીક બાબતો લખી છે. એક વાત અહીં નોંધવી રહી, જ ેમાં તેઓ લખે છે : “જ્યાં લગી આપણે સ્વાર્થ છોડી પરમાર્થ ગ્રહણ નથી કર્યો, આપભોગ કરતાં નથી આવડ્યો, સાચનો જ આશ્રય નથી લીધો, બીક છોડી હિં મત ગ્રહણ નથી કરી, દંભ નથી છોડ્યો ને અજ્ઞાનનો ત્યાગ નથી કર્યો, ત્યાં લગી દેશની ખરી ઉન્નતિ થવાની જ નથી.”

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]

181


જૂ ન ૧૯૨૦

૧ અલાહાબાદ : ઑલ ઇન્ડિયા સેન્ટ્રલ ખિલાફત કમિટીની બેઠકમાં હાજર. બીજા દિવસની સવાર સુધી ચાલી. ૨ અલાહાબાદ : બેઠક ચાલુ; અસહકાર અંગે પ્રવચન. ૩ રસ્તામાં. ૪ મુંબઈ : શુદ્ધ ખાદી ભંડાર ખુલ્લો મૂક્યો. ૫ નડિયાદ : સ્વદેશી ભંડાર ખુલ્લો મૂક્યો. ૬થી ૭ અમદાવાદ. ૮થી ૧૦ મુંબઈ. ૧૧ મુંબઈ : ઇમ્પીરિયલ ઇન્ડિયન સિટીઝનશિપ ઍસોસિયેશનની સભામાં હાજર. ૧૨થી ૨૧ મુંબઈ. ૨૨ મુંબઈ : અસહકારની લડત શરૂ કરતાં પહે લાં એ અંગે વાઇસરૉયને પત્ર લખ્યો.

૨૩ મુંબઈ : બનારસ હિં દુ યુનિવર્સિટી માટે નાણાંની મદદ માગતી સભામાં બોલ્યા, સ્થળ માધવબાગ. પ્રમુખ સિંધિયા મહારાજા. ૨૪ મુંબઈ : ૨૫ મુંબઈ : ખિલાફત કમિટીની સભામાં હાજર. સભામાંથી નીકળતા હતા ત્યારે મુસ્લિમ સ્વયંસેવક મંડળ તરફથી વચ્ચે સફે દ ચાંદવાળો લાલ વાવટો ભેટ મળ્યો. ૨૬ મુંબઈ : હોમરૂલ લીગના આશ્રયે મળેલી જાહે ર સભામાં હં ટર કમિટીના હે વાલ વિરુદ્ધ ભાષણ, સમય સાંજ, સ્થળ મોરારજી ગોકળદાસ હૉલ, પ્રમુખ ઝીણા. ૨૭ અમદાવાદ. ૨૮થી ૨૯ મુંબઈ. ૩૦ (મુંબઈ). o

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા જુ લાઈ, ૨૦૧૯ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. સુશ્રી ભાવનાબહે ન ર. પંચાલ, પ્રકાશન વિભાગ, શ્રી વિવેક જિ. દેસાઈ, મૅનેજિગં ટ્રસ્ટી,

182

• જ. તા. ૦૨-૦૭-૧૯૬૬ • ૩૧-૦૭-’૬૭

[ જૂન ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


અમેરિકાના અશ્વેતોનો ઇતિહાસ૧ મણિભાઈ ભ. દેસાઈ અમેરિકાના અશ્વેતોના અન્યાયની કહાણી અહીં તેમના આગમનથી શરૂ થઈ ચૂકી હતી. બલકે તેઓનાં આગમનનું કારણ પણ અન્યાય જ હતું. તેઓ ગુલામ તરીકે અહીં લાવવામાં આવ્યા. ગુલામીકાળ જતો રહ્યો, પણ હજુ ય સમાજની ભીતર ભેદભાવ શ્વેત પોલીસ અધિકારી ડેરેક ચોવીન રૂપમાં દેખાય છે, જ ેના પગ તળે જ્યોર્જ ફ્લોઈડ નામના એક અશ્વેતનો માર્ગ પર આઠ મિનિટ સુધી શ્વાસ રૂંધાયો અને છેવટે તેણે દમ તોડ્યો. વહાણ પર લાંગરીને બેડીઓમાં બાંધીને જ ે અશ્વેત બંધુઓને ગુલામી માટે લાવવામાં આવ્યા તે પછીની સ્થિતિમાં જમીન-આસમાનનો ફે ર પડ્યો હોવા છતાં આજ ે પણ શ્વેત માનસિકતાની ઘૃણા અનેક ઠેકાણે નજરે ચડે છે. અમેરિકામાં તેના આરં ભની ગાથા ઍબ્રહામ લિંકન પુસ્તકમાં મણિભાઈ ભ. દેસાઈએ આલેખી છે. માનવસમાજના ઇતિહાસનાં પાનાં પર ઘટનાઓ કેવી રીતે આકાર લે છે અને તેનાં સંધાણ વર્તમાન ઘટનામાં કેવી રીતે જોઈ શકાય તે અર્થે આ પ્રકરણ વાંચવું રહ્યું.

માણસની જન્મજાત1 ખોડ તેને જીવનભર પાંગળો

યા અપંગ બનાવી મૂકે છે, અને ક્યારે ક તેનો જીવ પણ લે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવર્તતી ગુલામીની પ્રથાની બાબતમાં પણ કંઈક એવું જ હતું. વ્યક્તિની જન્મજાત ખોડની જ ેમ જ, કાબૂ બહારના સંજોગોને લઈને એ ઘૃણિત પ્રથા, યુનાઇટેડ સ્ટેટ્સના પ્રભવકાળથી જ તેને વારસામાં મળી હતી. પરં તુ કાળે કરીને એને કારણે ત્યાં ઉગ્ર સંઘર્ષ પેદા થયો અને યુનાઇટેડ સ્ટેટ્સના સમવાયી પ્રજાસત્તાકની ખુદ હસ્તીને જ જોખમાવે એવું ભીષણ સ્વરૂપ તેણે ધારણ કર્યું. ઇતિહાસ-પ્રસિદ્ધ ‘મે ફ્લાવર’ વહાણ, યાત્રી વડવાઓ  (પિલ્ગ્રિમ ફાધર્સ)ને લઈને ઉત્તર અમેરિકાના પૂર્વના સાગરકાંઠ ે જ ે વરસે લાંગર્યું, એ જ અરસામાં એક ડચ વેપારી વહાણ પણ, એ સાગરકાંઠ ે લાંગર્યું અને વીસ હબસીઓએ ઉત્તર અમેરિકાની ભૂમિ પર પગ મૂક્યો. એક જ વર્ષે લગભગ એક જ સ્થળે, પગ મૂકનાર એ બંને વહાણોના ઉતારુઓ વચ્ચે જમીન-આસમાન જ ેટલું અંતર હતું. એક રં ગે ગોરા હતા, અને બીજા કાળા, એક સ્વધર્મ અને સ્વમાનની રક્ષા કાજ ે સ્વેચ્છાએ વતન છોડીને ત્યાં આવ્યા હતા, બીજાને તેમની ઇચ્છાવિરુદ્ધ, બળાત્કારે ત્યાં લાવવામાં આવ્યા હતા, એક સ્વાધીન હતા,

1. મૂળ શીર્ષક : ભીષણ સંકટ.

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]

બીજા પરાધીન ગુલામો; એકે ત્યાં રાષ્ટ્રબીજ રોપ્યું, જ ે ફાલીફૂલીને વિશાળ તરુવર બન્યું; બીજા, કાળે કરીને એ જ રાષ્ટ્રવૃક્ષની ખુદ હસ્તીને માટે જોખમરૂપ બન્યા. પશ્ચિમ યુરોપના ગોરાઓએ સત્તરમી સદીના આરં ભમાં, ઉત્તર અમેરિકાના આટલાન્ટિક મહાસાગરના પૂર્વકિનારાના પ્રદેશમાં આવીને ત્યાં વસવાટ શરૂ કર્યો ત્યારે તેમની વસ્તી જૂ જ હતી અને ખેડવા માટે અફાટ મુલક ત્યાં પડેલો હતો. આરં ભમાં તો જાતમજૂ રીથી જ ખેતી કરીને એ ગોરા વસાહતીઓ પોતાનો નિર્વાહ ચલાવતા હતા. ત્યાંની ધરતી હજી અણખેડી અને ખૂબ જ રસાળ હતી, એટલે તેમાં મબલક પાક ઊતરવા લાગ્યો. આમ એ વસાહતીઓના નિર્વાહનો સવાલ તો સહે જ ે ઉકેલાઈ ગયો. પણ માણસના લોભને કંઈ થોભ છે! કેવળ ધાન્યથી તેમના વંશજોને સંતોષ ન થયો; તેમને ધનનો લોભ વળગ્યો. પછી તો ધન કમાવાને તેમણે ધાન્ય ઉપરાંત તમાકુ , કપાસ, ડાંગર જ ેવા રોકડિયા પાકોની ખેતી વિશાળ પાયા પર કરવા માંડી. એ માટે ત્યાં જમીન તો અખૂટ હતી પણ મજૂ રોની ખોટ હતી. એ દૂરના અરણ્યપ્રદેશમાં મજૂ રો લાવવા ક્યાંથી એ મોટો સવાલ હતો. અમેરિકાના આદિવાસી રે ડ ઇન્ડિયનો પર એ માટે તેમની પ્રથમ નજર પડી. રે ડ ઇન્ડિયનોને પકડીને 183


તેમની પાસે ખેતીકામ કરાવવાનો અખતરો તેમણે કરી જોયો. પરં તુ રે ડ ઇન્ડિયનો ચંચળ પ્રકૃ તિના, સ્વતંત્રમિજાજી અને મનસ્વી હતા. તેઓ ધાર્યું કામ આપતા નહીં અને લાગ મળ્યે પોતાની ટોળીમાં પાછા ભાગી જતા. જંગલમાં યથેચ્છ વિહરવાને ટેવાયેલા એ લોકો, પોતાનાં બંધનોથી અકળાઈને તેમના ગોરા માલિકોનું કોઈ વાર ખૂન પણ કરી બેસતા. આમ, એ અખતરો નિષ્ફળ નીવડ્યો. એ પછી ગુનાની સજા ભોગવતા ઇંગ્લૅન્ડના કેદીઓને તથા યુરોપના બીજા દેશોમાંથી ગિરમીટિયા મજૂ રો લાવીને, તેમની પાસેથી ખેતીનું કામ કરાવવાનો કેટલાંક સંસ્થાનોએ પ્રયોગ કરી જોયો, પરં તુ એ ગોરા કેદીઓ અને ગિરમીટિયા મજૂ રો સુધ્ધાં, ધાર્યું કામ દેવામાં નિષ્ફળ નીવડ્યા, એટલે એ પ્રયોગ પણ પડતો મૂકવાની તેમને ફરજ પડી. આખરે હબસી ગુલામો પાસેથી કામ લેવાનો ઉપાય અજમાવી જોવામાં આવ્યો. એમાં ગોરા વસાહતીઓને સફળતા સાંપડી. પછી તો હબસી ગુલામોની માગ ઉત્તરોત્તર વધતી જ ગઈ. ડચ તથા અંગ્રેજ વેપારીઓ એ માગ પૂરી પાડવા અને એ દ્વારા અઢળક કમાણી કરવા લાગ્યા. હબસી ગુલામો પૂરા પાડવાના એ રોજગારમાં ડચ કરતાં અંગ્રેજ વેપારીઓ વધારે કાબેલ નીવડ્યા અને થોડા જ વખતમાં એ ધીકતા ધંધાનો ઇજારો તેમના હાથમાં આવી પડ્યો. એ પછી દોઢ સદી સુધી આફ્રિકાના હબસી ગુલામોની આ માગ ઉત્તર અમેરિકાનાં એ બ્રિટિશ સંસ્થાનોમાં સતત ચાલુ રહી. આફ્રિકાના અરણ્યવાસી એ અબોધ હબસીઓને ભોળવી, ફોસલાવી તથા તરે હતરે હની લોભાવનારી લાલચો આપીને છેતરી, હૈ યાસૂના ધનલોલુપ એ અંગ્રેજ વેપારીઓ, વહાણોમાં ખડકીને ઉત્તર અમેરિકા રવાના કરવા લાગ્યા. આ છળની યુક્તિ વખત જતાં નિષ્ફળ નીવડી, એટલે બળજબરી અને 184

ઇતિહાસ-પ્રસિદ્ધ ‘મે ફ્લાવર’ વહાણ, યાત્રી વડવાઓ  (પિલ્ગ્રિમ ફાધર્સ)ને લઈને ઉત્તર અમેરિકાના પૂર્વના સાગરકાંઠે જે વરસે લાંગર્યું, એ જ અરસામાં એક ડચ વેપારી વહાણ પણ, એ સાગરકાંઠે લાંગર્યું અને વીસ હબસીઓએ ઉત્તર અમેરિકાની ભૂમિ પર પગ મૂક્યો. એક જ વર્ષે લગભગ એક જ સ્થળે, પગ મૂકનાર એ બંને વહાણોના ઉતાર‌ુઓ વચ્ચે જમીન-આસમાન જેટલું અંતર હતું

જોરજુ લમની રીત અખત્યાર કરવામાં આવી. હિં સક પશુઓની જ ેમ ચારે બાજુ એથી ઘેરી લઈને તેમને પકડવામાં આવતા, અને તેમનાં કુ ટુબ ં કબીલા તથા સગાંવહાલાંઓથી સદાને માટે વિખૂટા પાડીને, શેષ જીવન ગુલામ દશામાં પશુના કરતાં પણ બદતર રીતે વિતાવવાને, રવાના કરવામાં આવતા. આ કાર્યમાં ગોરા વેપારીઓ, હબસીઓના નાના નાના રાજાઓ તથા હબસી કબીલાઓના મુખીઓની મદદ લેતા. તેઓ ઝાડ કાપવામાં કુ હાડીના હાથાના જ ેવો ભાગ ભજવતા. પશ્ચિમ આફ્રિકાને દરિયાકિનારે હબસી કબીલાના વડાઓ, લડાઈમાં હારે લા કબીલાના પકડી લીધેલા માણસોને પણ ગુલામો તરીકે વેચાવાને લાવતા હતા. આફ્રિકાના એ પશ્ચિમ કિનારા પર જ ગુલામોની ખરીદી માટેનાં મથકો હતાં. પકડવામાં આવેલા અથવા ઉપર મુજબ ખરીદવામાં આવેલા એ અસહાય હબસીઓને વહાણોમાં, એક ઉપર બીજી એવી કબાટનાં ખાનાંઓ જ ેવી છાજલીઓ પર ખીચોખીચ ખડકવામાં આવતા. મરદોને તો લોખંડની સાંકળોથી બબ્બેની જોડીમાં બાંધવામાં પણ આવતા. આ રીતે ખડકીને, ઉત્તર અમેરિકાના પૂર્વકિનારા પર લઈ જઈ તેમને ઉતારવામાં આવતા. વહાણોમાં એથી એટલી બધી ગંદકી થતી કે, એવી ત્રણ કે ચાર સફરમાં તે [ જૂન ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


વહાણ સડીને નકામું થઈ જતું. કેટલાક હબસીઓ, આવી વિકટ અને અસહ્ય પરિસ્થિતિમાં રિબાઈને યા માંદગીનો ભોગ બનીને તથા બીજા કેટલાક, વિયોગ-દુઃખને કારણે જીવન આકરું થવાથી, ખોરાક લેવાની ના પાડે ત્યારે ખોરાક આપવાને તેમના પર જબરદસ્તી ગુજારવામાં આવે તેને પરિણામે, અમેરિકા પહોંચતાં પહે લાં જ મરણશરણ થતા અને ગુલામી દશાના જીવનની કારમી યાતનાઓ ભોગવવામાંથી મુક્ત થતા. આફ્રિકાથી આ રીતે લાવીને ઉત્તર અમેરિકાનાં ઇંગ્લૅન્ડના તાબાનાં સંસ્થાનોમાં લાવવામાં આવેલા હબસી ગુલામોની સંખ્યાનો આંકડો મળતો નથી. પરં તુ એવો અંદાજ કાઢવામાં આવ્યો છે કે, એ દોઢસો વરસના ગાળા દરમિયાન ઓછામાં ઓછા વીસ લાખ જ ેટલા હબસીઓને ત્યાં લાવવામાં આવ્યા હશે. ૧૮૬૧ની સાલમાં યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ ઍબ્રહામ લિંકને તેમને ગુલામીમાંથી મુક્ત કર્યા ત્યારે તેમની વસ્તી ચાળીસ લાખની હતી. એ ઉપરાંત, ધર્મભીરુ ગોરા માલિકોએ, એ પહે લાં સ્વેચ્છાએ મુક્ત કરે લા હબસીઓ પાંચ લાખ જ ેટલા હતા. ઉત્તર અમેરિકાનાં એ સંસ્થાનો સ્વતંત્ર થયાં ત્યારે ત્યાં આગળ પ્રત્યેક ચાર ગોરાદીઠ એક હબસી હતો. ઇંગ્લૅન્ડના તાબા નીચેનાં ઉત્તર અમેરિકાનાં એ તેર સંસ્થાનોએ માતૃદેશ સામે ૧૭૭૬ની સાલમાં બળવો પોકાર્યો ત્યારે તેમના આગેવાનોએ, જગમશહૂર સ્વતંત્રતાનું જાહે રનામું બહાર પાડ્યું હતું. માનવીની સ્વતંત્રતાના હકપટા સમાન એ ઐતિહાસિક અને યુગપ્રવર્તક દસ્તાવેજમાં માણસમાત્રની સમાનતાના ઉદાત્ત સિદ્ધાંતની ઘોષણા કરવામાં આવી હતી. પરં તુ ઇંગ્લૅન્ડ સામેના સ્વાતંત્ર્ય-સંગ્રામમાં વિજયી થયા પછી ભાવિ યુનાઇટેડ સ્ટેટ્સના સમવાયી પ્રજાસત્તાક સંઘરાજ્યના ઉદારચરિત અને ધ્યેયનિષ્ઠ રાષ્ટ્રવિધાયકો પોતાના नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]

નવા રાષ્ટ્રનું રાજબંધારણ ઘડવાને, ફિલાડેલ્ફિયામાં એકઠા થયા ત્યારે તેમના ભૂતપૂર્વ સ્વતંત્રતાના જાહે રનામામાં અંતર્ગત કરવામાં આવેલા, મનુષ્યમાત્રની સમાનતાના એ ઉમદા સિદ્ધાંતનો, તત્કાલીન વાસ્તવિકતા સાથે કેમે કરીને સુમેળ સાધી ન શક્યા. સ્વતંત્ર થયેલાં ઉત્તર અમેરિકાનાં એ તેર સંસ્થાનો, વસ્તુતાએ નાનાંમોટાં તેર સ્વતંત્ર રાજ્યો જ હતાં. ઇંગ્લૅન્ડની ધૂંસરી ફેં કી દઈ, સ્વતંત્ર થવાના સર્વ-સામાન્ય ધ્યેયને કારણે, તેઓ એકબીજાની નજીક આવ્યાં હતાં અને તેમની વચ્ચે એકતાની ભાવના ઉદ્ભવી હતી. આમ છતાં દરે કની કંઈ ને કંઈ વિશેષતા હતી અને ભિન્નતા પણ હતી. પ્રત્યેક સંસ્થાનને બીજાં સંસ્થાનો સામે વિરોધના મુદ્દાઓ હતા અને તેમની વચ્ચે માંહોમાંહે હરીફાઈ, અસૂયા અને અવિશ્વાસ પણ પ્રવર્તતાં હતાં. કેટલાંક સંસ્થાનો વસ્તી અને વિસ્તારમાં મોટાં હતાં અને કેટલાંક નાનાં હતાં; કેટલાંક ધનિક હતાં અને કેટલાંક ગરીબ. કેટલાંકની, ખાસ કરીને દક્ષિણનાં સંસ્થાનોની, અર્થવ્યવસ્થા તેમજ જીવનવ્યવસ્થા, ગુલામીની પ્રથા પર સર્વથા નિર્ભર હતી અને તેથી ત્યાંના લોકો કોઈ પણ ભોગે એ પ્રથાને ટકાવી રાખવા માગતા હતા તો કેટલાંક સંસ્થાનોના લોકો એ અમાનુષી પ્રથાને ઘોર અનૈતિક ન્યાય તરીકે લેખતા હતા અને કોઈ પણ ઉપાયે તેને નાબૂદ કરવા માગતા હતા. એ તેર સંસ્થાનોના પ્રતિનિધિઓ જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સનું રાજબંધારણ ઘડવા ફિલાડેલ્ફિયામાં એકઠા થયા ત્યારે આ બધી ભૌતિક તથા મનોવૈજ્ઞાનિક વિષમતાઓ છતી થઈ અને તેમની ચર્ચાવિચારણાઓ તથા તેમના નિર્ણયોમાં એનો પડઘો પડ્યા વિના રહ્યો નહીં. પરિણામે તેમણે ઘડી કાઢેલું રાજબંધારણ બાંધછોડ, આપ-લે અને પરસ્પર સમજૂ તીનો નમૂનો   છ.ે 185


એ નવા બંધારણ પ્રમાણે ઉત્તર અમેરિકાનાં એ તેર સંસ્થાનો, હવે તેર રાજ્યો (સ્ટેટ્સ) બન્યાં. તેમની વચ્ચે રહે લી વિષમતા અને વિભિન્નતાઓને સંતોષવાને યુનાઇટેડ સ્ટેટ્સના સમવાય પ્રજાસત્તાક સંઘરાજ્યના અંગભૂત પ્રત્યેક રાજ્ય-ઘટકને, પૂરી આંતરિક સ્વાયત્તતા આપવાની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી; તેમની વચ્ચેની સર્વસામાન્ય એકતાના પ્રતીક તરીકે સંઘરાજ્યને (યુનિયન) અમુક બાબતોમાં સર્વોપરી સત્તા સુપરત કરવામાં આવી. દાખલા તરીકે, રાજ્ય-ઘટકો પરદેશી સાથે સંબંધો બાંધી ન શકે, યુદ્ધ કે સુલેહ ન કરી શકે તેમજ આયાત-જકાત નાખી ન શકે. પરં તુ સામાન્ય ગુનાઓની શિક્ષા કરવામાં, કેળવણીના ઉત્કર્ષમાં તેમજ કારખાનાંઓના નિયમન વગેરે રાજ્યોને સુપરત કરવામાં આવેલી બાબતોમાં સમવાયી સરકાર (ફે ડરલ ગવર્નમેન્ટ) કશી જ દખલ કરી શકતી નહોતી. વળી કૉંગ્રેસમાં; એટલે કે, યુનાઇટેડ સ્ટેટ્સની પાર્લમેન્ટમાં મોટી વસ્તીવાળાં રાજ્યો આગળ ઓછી વસ્તીવાળાં નાનાં રાજ્યોનો અવાજ દબાઈ ન જાય એ માટે એવો વચલો માર્ગ કાઢવામાં આવ્યો કે, કૉંગ્સ રે ના નીચલા ગૃહ(હાઉસ ઑફ રે પ્રિઝેન્ટેટિવ્ઝ)માં સઘળાં રાજ્યો, વસ્તીને ધોરણે પોતાના પ્રતિનિધિઓ મોકલે, પરં તુ કૉંગ્રેસના ઉપલા ગૃહમાં; એટલે કે, સેનેટમાં દરે ક રાજ્ય, પછી તે ગમે એટલું નાનું હોય કે ચાહે એટલું મોટુ ં હોય, બે જ પ્રતિનિધિઓ મોકલે. આ રીતે કૉંગ્રેસમાં કોઈ પણ કાયદો પસાર કરાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિકોની બહુમતી તેમજ રાજ્યોની બહુમતી, એમ બેવડી બહુમતી હોવી જોઈએ, એવી બંધારણમાં જોગવાઈ કરવામાં આવી અને નાનાં તથા મોટાં રાજ્યોની લાગવગ તથા તેમના પ્રભાવનું સમતોલપણું જાળવી રાખવામાં આવ્યું. 186

આફ્રિકાથી આ રીતે લાવીને ઉત્તર અમેરિકાનાં ઇંગ્લૅન્ડના તાબાનાં સંસ્થાનોમાં લાવવામાં આવેલા હબસી ગુલામોની સંખ્યાનો આંકડો મળતો નથી. પરંતુ એવો અંદાજ કાઢવામાં આવ્યો છે કે, એ દોઢસો વરસના ગાળા દરમિયાન ઓછામાં ઓછા વીસ લાખ જેટલા હબસીઓને ત્યાં લાવવામાં આવ્યા હશે

વિવાદગ્રસ્ત અને તકરારી એવા બધા સવાલોનો યુનાઇટેડ સ્ટેટ્સના રાજબંધારણમાં આ રીતે તોડ કાઢવામાં આવ્યો. પરં તુ ગુલામીના જટિલ સવાલનો ઉકેલ કોઈ પણ રીતે ખોળી શકાયો નહીં. સ્વાતંત્ર્યયુદ્ધના સર-સેનાપતિ અને યુનાઇટેડ સ્ટેટ્સના પહે લા પ્રમુખ જૉર્જ વૉશિંગ્ટન, સ્વતંત્રતાનું જાહે રનામું એકલે હાથે ઘડનાર અને પછીથી યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ થનાર અને પોતાના દેશના રાજકારણમાં મહત્ત્વનો ભાગ ભજવનાર જૅફર્સન, સ્વાતંત્ર્યયુદ્ધને સફળ કરવામાં મહત્ત્વનો ફાળો આપનાર, બેંજામિન ફ્રેંકલિન તેમજ જૉન ઍડમ્સ, મેડિસન અને હૅ મિલ્ટન — એમાંના પહે લા બે તો યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ પણ થયા હતા — વગેરે, સ્વાતંત્ર્યયુદ્ધમાં, રાષ્ટ્રનું બંધારણ ઘડવામાં તથા પછીથી દેશના રાજકારણમાં, મહત્ત્વનો અને દીર્ઘજીવી ભાગ ભજવનાર શાણા, દીર્ઘદર્શી, માનવતાવાદી અને ધ્યેયનિષ્ઠ રાજપુરુષો ગુલામીના કટ્ટર વિરોધી હતા અને તેને નાબૂદ કરવાને તત્પર હતા. સ્વતંત્રતાના જાહે રનામામાં જ ેની ઘોષણા કરવામાં આવી હતી તે મનુષ્યમાત્રની સમાનતાના આદર્શમાં તેઓ ચુસ્તપણે માનતા હતા. પરં તુ યુનાઇટેડ સ્ટેટ્સના પ્રત્યેક પાંચ માણસો પૈકી એક હબસી ગુલામ હતો, એટલે આ કઠોર અને અનિવાર્ય [ જૂન ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


વાસ્તવિકતા આગળ નછૂટકે તેમને નમતું આપવું પડ્યું. દક્ષિણનાં સંસ્થાનોના, હવે રાજ્યોના, પ્રતિનિધિઓને ગુલામીની પ્રથા નાબૂદ કરવાને, તેઓ કેમે કરીને સમજાવી શક્યા નહીં. ઊલટુ,ં ગુલામીની પ્રથા જ ેમની તેમ કાયમ રાખવામાં આવે એ શરતે જ યુનાઇટેડ સ્ટેટ્સના સમવાયી પ્રજાસત્તાકમાં જોડાવાનું અડગ વલણ તેમણે અખત્યાર કર્યું, કેમ કે તેમની અર્થવ્યવસ્થા તેમજ જીવનવ્યવસ્થા ગુલામીની પ્રથા પર જ સર્વથા નિર્ભર હતી, એટલે તેમના હઠાગ્રહ આગળ ઉપર્યુક્ત આદર્શવાદી અને ધ્યેયનિષ્ઠ રાજપુરુષો લાચાર બની ગયા અને પોતાના અંતરાત્માના અવાજને બાજુ એ મૂકીને, ગુલામીની પ્રથાને યુનાઇટેડ સ્ટેટ્સના રાજબંધારણમાં અસ્પષ્ટ અને મોઘમ રીતે માન્યતા આપવાની તેમને ફરજ પડી. એમ કરતાં તેમણે એવી આશા રાખી હતી કે, સંજોગવશાત્ ગુલામીની એ અનિષ્ટ પ્રથા, થોડા જ વખતમાં આપોઆપ લુપ્ત થઈ જશે અને તેમની એ ધારણા નિરાધાર પણ નહોતી. એ પ્રથા આર્થિક રીતે બિનઉપજાઉ થવા લાગી હતી અને તેથી પોતાના બોજાથી જ દક્ષિણનાં રાજ્યોમાંથી એ નષ્ટ થવાનાં સ્પષ્ટ લક્ષણો દેખાવા પણ લાગ્યાં હતાં. વળી, કેટલાંક સંસ્થાનોમાં ગુલામીની પ્રથા વિરુદ્ધ પ્રબળ નૈતિક લાગણી પ્રવર્તતી હતી. એને પરિણામે એક સંસ્થાને તો છેક ૧૭૬૯ની સાલમાં ગુલામીનો વેપાર બંધ કરવાનો કાયદો પણ પસાર કર્યો હતો. પરં તુ ગુલામીના વેપારમાં બ્રિટિશરોનું આર્થિક હિત રહે લું હતું, એટલે ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે પોતાની સત્તાની રૂએ એ કાયદાને રદબાતલ જાહે ર કર્યો હતો. એટલું જ નહીં, બ્રિટિશ સરકારે અમેરિકાનાં બધાં સંસ્થાનોના ગવર્નરોને એવો આદેશ આપ્યો કે, સંસ્થાનોની ધારાસભાઓમાં આવાં બિલો રજૂ કરવાની ભવિષ્યમાં પરવાનગી જ ન આપવી. એક नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]

અંગ્રેજ ઇતિહાસકાર લખે છે કે, “ગુલામીનો વેપાર બંધ કરવાને કે તેને મર્યાદિત કરવાને ઘડવામાં આવેલા પ્રત્યેક કાયદાને બ્રિટિશ સરકારે નામંજૂર કર્યો, અને સંસ્થાનોમાં ગુલામીની પ્રથા જબરદસ્તીથી ટકાવી રાખી.” એ અરસામાં ગુલામીની પ્રથા વિરુદ્ધ સંસ્થાનવાસીઓની લાગણી, કંઈ નહીં તો ઉપરઉપરથી જોતાં, સર્વવ્યાપી હતી, એટલે ૧૭૭૪ની સાલમાં એ બધાં સંસ્થાનોની મળેલી એક પરિષદ (કન્વેન્શન)માં આ પ્રમાણેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતોૹ “સંસ્થાનોમાં તેમની બાલ્યાવસ્થામાં, દુર્ભાગ્યે દાખલ કરવામાં આવેલી ગુલામીની પ્રથા નાબૂદ કરવાનો સંસ્થાનવાસીઓનો પરમ ઉદ્દેશ અને તેમની પરમ અભિલાષા છે.” પણ પછી તરત જ સ્વાતંત્ર્યયુદ્ધ આવ્યું, એટલે એ સુધારો અમલમાં મૂકવાનો રહી ગયો. આમ આર્થિક તેમજ નૈતિક ઉભય દૃષ્ટિએ જોતાં, ગુલામીની પ્રથા, થોડા જ વખતમાં આપોઆપ નષ્ટ થશે એમ સ્પષ્ટપણે દેખાતું હતું. પરં તુ ૧૭૯૩ની સાલમાં બનેલી એક અણધારી ઘટનાએ આખીયે પરિસ્થિતિ ધરમૂળથી પલટી નાખી. પરિણામે મરવા પડેલી ગુલામીની પ્રથા નિર્ણય થવાને બદલે દૃઢમૂળ બની. એ સાલમાં દક્ષિણમાં રજા ગાળવા ગયેલા ‘યેલ’ના એક વિદ્યાર્થીએ, કપાસમાંથી કપાસિયાં છૂટાં પાડવાનું યંત્ર શોધી કાઢ્યું. એને લઈને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી રૂની નિકાસ કૂ દકે ને ભૂસકે વધતી ગઈ. ૧૭૯૧ની સાલમાં ૧,૯૨,૦૦૦ રતલ રૂની નિકાસ થતી હતી તે વધીને ૧૭૯૫ની સાલમાં એકદમ ૬૦,૦૦,૦૦૦ રતલ થઈ ગઈ. એ જ અરસામાં પશ્ચિમ યુરોપમાં અને ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં, યંત્રોદ્યોગો ખીલવા લાગ્યા, કાપડની યંત્રસાળો શરૂ થઈ અને એને લઈને રૂની માગ ખૂબ જ વધી ગઈ. એ માગને પહોંચી વળવાને યુનાઇટેડ સ્ટેટ્સનાં દક્ષિણનાં ખેતીપ્રધાન રાજ્યોના 187


લોકો વિશાળ પાયા પર કપાસની ખેતી કરવા લાગ્યા. માઈલોના માઈલો સુધી વિસ્તરે લાં એ વિશાળ ખેતરો ‘પ્લૅન્ટેશન' કહે વાતાં અને તેના માલિકો 'પ્લૅન્ટરો' કહે વાતા. કપાસની ખેતી માટે ગુલામોની મજૂ રી બહુ જ અનુકૂળ આવી અને દક્ષિણનાં રાજ્યોમાં ગુલામીની પ્રથા સમૃદ્ધિ અને સામાજિક પ્રતિષ્ઠાના આધારસ્તંભરૂપ બની ગઈ. પરિણામે ગુલામોની માગ અને કિંમત પણ ઉત્તરોત્તર વધતી જ ગઈ. મરવા પડેલી ગુલામીની પ્રથાને આ રીતે જીવતદાન મળ્યું. પરં તુ ૧૮૦૮ની સાલમાં યુનાઇટેડ સ્ટેટ્સની કૉંગ્રેસે ગુલામોની આયાત બંધ કરી. એ જ અરસામાં ઇંગ્લૅન્ડે પણ ત્યાંના લોકમતને વશવર્તીને ગુલામીનો વેપાર બંધ કર્યો, એટલે ગુલામોની વધતી જતી માગ પૂરી પાડવાને, દક્ષિણના અગ્રગણ્ય રાજ્ય વર્જિનિયામાં, પશુઉછેરની જ ેમ જ, ગુલામઉછેરનો ભારે નફાકારક ધંધો ખીલ્યો. વર્જિનિયા રાજ્યના ગુલામો ઉછેરનારાઓને કમાણીનું એક મોટુ ં સાધન એ રીતે મળી ગયું. દર વરસે તેઓ છ હજાર ગુલામો પેદા કરીને દક્ષિણનાં રાજ્યોના લોકોને વેચતા. આ રીતે કપાસ પકવનારા પ્લૅન્ટરોની પ્રતિદિન વધતી જતી ગુલામોની માગ તેઓ પૂરી પાડતા. ૧૮૨૧થી ૧૮૩૦ના ગાળા દરમિયાન દક્ષિણનાં કપાસ, તમાકુ , ચોખા વગેરે ગુલામોની મજૂ રીથી પકવવામાં આવતા પાકોની નિકાસની કુ લ કિંમત ૩,૩૦,૦૦,૦૦,૦૦૦ ડૉલર જ ેટલી હતી, જ્યારે બીજાં બધાં રાજ્યોની કુ લ નિકાસ માત્ર ૨,૦૦,૦૦,૦૦,૦૦૦ ડૉલર જ ેટલી જ હતી. વળી એવો અંદાજ કાઢવામાં આવ્યો હતો કે, વર્જિનિયા રાજ્યમાંનાં ૪,૭૦,૦૦૦ ગુલામોની કિંમત, એ રાજ્યનાં ઘરો તથા જમીન વગેરેની અંદાજવામાં આવેલી કુ લ કિંમત કરતાં અડધા જ ેટલી થતી હતી. આમ, ગુલામીની પ્રથા, દક્ષિણનાં રાજ્યોમાં 188

અંગ્રેજ ઇતિહાસકાર લખે છે કે, “ગુલામીનો વેપાર બંધ કરવાને કે તેને મર્યાદિત કરવાને ઘડવામાં આવેલા પ્રત્યેક કાયદાને બ્રિટિશ સરકારે નામંજૂર કર્યો, અને સંસ્થાનોમાં ગુલામીની પ્રથા જબરદસ્તીથી ટકાવી રાખી.” એ અરસામાં ગુલામીની પ્રથા વિરુદ્ધ સંસ્થાનવાસીઓની લાગણી, કંઈ નહીં તો ઉપરઉપરથી જોતાં, સર્વવ્યાપી હતી

એક પ્રબળ સ્થાપિત હિત સમાન બની ગઈ અને તેને સુરક્ષિત રાખવાને, ત્યાંના લોકો કૃ તનિશ્ચય બન્યા હતા. બીજી બાજુ એ, યુનાઇટેડ સ્ટેટ્સનાં ઉત્તરનાં રાજ્યોમાં ગુલામીની પ્રથા આર્થિક દૃષ્ટિએ પાલવતી નહોતી, તેથી અને નૈતિક દૃષ્ટિએ તે ઘૃણાજનક હતી એટલે ત્યાં આગળ લોકમત, ઉત્તરોત્તર ગુલામીની પ્રથાવિરુદ્ધ થતો જતો હતો. યુનાઇટેડ સ્ટેટ્સનાં મૂળ તેર રાજ્યો પૈકી, ઉત્તરનાં સાત રાજ્યોએ તો ૧૮૦૫ની સાલ પહે લાં જ ગુલામીની પ્રથા રદ કરી હતી, એટલે સ્વાભાવિક રીતે જ, એ રાજ્યના લોકો સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાંથી એ અમાનુષી પ્રથા જ ેમ બને તેમ જલદી નાબૂદ થાય એ માટે આતુર હતા. આમ, યુનાઇટેડ સ્ટેટ્સમાં ગુલામીના સવાલ અંગે એક યા બીજી રીતે, મક્કમ અને અણનમ વલણ ધરાવનારાં રાજ્યોનાં બે જૂ થો પડી ગયાં. દક્ષિણનાં રાજ્યો, ઉપર જણાવેલા કારણસર, ગુલામીની પ્રથા કોઈ પણ ભોગે કાયમ રાખવા માગતાં હતાં અને ઉત્તરનાં રાજ્યો, કોઈ પણ ઉપાયે તેને નાબૂદ કરવાને ઉત્સુક હતાં, એટલે એ સવાલ અંગે તેમની વચ્ચે ભારે રસાકસી પેદા થઈ. પ્રથમ એ ખેંચતાણ બંધારણીય સ્વરૂપની હતી. પણ વખત [ જૂન ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


જતાં તે વધુ ને વધુ ઉગ્ર બનતી ગઈ અને આખરે તે ભીષણ આંતરવિગ્રહમાં પરિણમી. યુનાઇટેડ સ્ટેટ્સની સ્થાપના વખતે, છ સ્લેવ એટલે કે, ગુલામીયુક્ત રાજ્યો હતાં અને સાત ફ્રી એટલે કે, ગુલામીમુક્ત રાજ્યો હતાં. પણ યુનાઇટેડ સ્ટેટ્સ પાસે હજી અણવસાયેલો અફાટ મુલક પડેલો હતો. ત્યાં જ ે કોઈ વિસ્તારમાં ગોરા વસાહતીઓની સંખ્યા, અમુક પ્રમાણમાં થાય, એટલે એ ભાગને રાજ્યનો દરજ્જો આપીને, તેને યુનાઇટેડ સ્ટેટ્સના સમવાયી સંઘરાજ્યમાં તેના સમાન ઘટક તરીકે દાખલ કરવામાં આવતું. ૧૮૨૦ની સાલ સુધીમાં આ રીતે યુનાઇટેડ સ્ટેટ્સનાં અસલ તેર રાજ્યોમાં બીજાં નવ રાજ્યોનો ઉમેરો થવા પામ્યો હતો. દક્ષિણનાં સ્લેવ યા ગુલામીમુક્ત રાજ્યો, નવાં રચાઈને યુનાઇટેડ સ્ટેટ્સનાં પ્રજાસત્તાકમાં દાખલ થનારાં રાજ્યો ગુલામીયુક્ત હોય એ માટે, અને ઉત્તરનાં રાજ્યો, એ નવાં રાજ્યો ફ્રી યા ગુલામીમુક્ત રાજ્યો તરીકે તેમાં દાખલ થાય, એ માટે સ્વાભાવિક રીતે જ ઇન્તેજાર હતાં. ઉત્તરનાં રાજ્યોને ગુલામીની પ્રથા વધુ વિસ્તરે એની સામે તીવ્ર વિરોધ હતો, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સના સમવાયી પ્રજાસત્તાકમાં ગુલામીમુક્ત રાજ્યોની સંખ્યા વધી જાય, એ સામે દક્ષિણનાં ગુલામીવાળાં રાજ્યોનો એથીયે વધારે તીવ્ર વિરોધ હતો. આગળ જણાવ્યા પ્રમાણે યુનાઇટેડ સ્ટેટ્સની કૉંગ્રેસના નીચલા ગૃહમાં, વસ્તીને ધોરણે રાજ્યોના પ્રતિનિધિઓ આવતા હતા અને તેના ઉપલા ગૃહ સેનેટમાં રાજ્ય મોટુ ં હોય કે નાનું, પણ દરે ક રાજ્યના બે જ પ્રતિનિધિઅો આવે, એવી બંધારણની જોગવાઈ હતી. વળી સેનેટ ભારે સત્તાધારી ગૃહ હતું, એટલે તેમાં જ ેમની બહુમતી હોય તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં પોતાનું ધાર્યું કરી શકે એમ હતું. આથી દક્ષિણનાં ગુલામીયુક્ત રાજ્યોને સદા એવી ભીતિ રહે તી હતી કે, યુનાઇટેડ नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]

સ્ટેટ્સમાં ગુલામીમુક્ત રાજ્યોની સંખ્યા વધી જાય તો સેનેટમાં તેમના પ્રતિનિધિઓનું સંખ્યાબળ વધી જાય અને એને જોરે તેઓ ગુલામીની પ્રથા નાબૂદ કરવાનો કાયદો પસાર કરાવી જાય, એટલે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રત્યેક નવું રાજ્ય દાખલ કરવાનો પ્રસંગ આવે ત્યારે એ સ્લેવ હોય કે ફ્રી, એ સવાલ હં મેશાં ઊભો થતો, અને એ સંબંધમાં ભારે ગજગ્રાહ પેદા થતો. પરિણામે ૧૭૮૭થી ૧૮૨૦ સુધી એક સ્લેવ અને એક ફ્રી એમ જોડકામાં જ નવાં રાજ્યોને યુનાઇટેડ સ્ટેટ્સના સંઘરાજ્યમાં દાખલ કરવામાં આવતાં; ૧૭૯૧માં વર્મોન્ટ ફ્રી, ૧૭૯૨માં કેન્ટુકી સ્લેવ; ૧૭૯૬માં ટેનેસી સ્લેવ, ૧૮૦૨માં ઓહાયો ફ્રી; ૧૮૧૨માં લૂઇસિયાના સ્લેવ, ૧૮૧૬માં ઇન્ડિયાના ફ્રી; ૧૮૧૭માં મિસિસિપી સ્લેવ, ૧૮૧૮માં ઇલિનૉય ફ્રી; ૧૮૧૯માં અલાબામા સ્લેવ. આમ, ૧૮૨૦ની સાલમાં યુનાઇટેડ સ્ટેટ્સનાં ૨૨ રાજ્યો પૈકી ૧૧ સ્લેવ યા ગુલામીયુક્ત અને ૧૧ ફ્રી યા ગુલામીમુક્ત રાજ્યો હતાં. આ રીતે ત્યાં સુધી તો સમતુલા જળવાઈ રહી. પરં તુ આ ગોઠવણ લાંબો વખત કામ દઈ ન શકી. ઉત્તરમાં ગુલામીમુક્ત રાજ્યોને અમુક હદ સુધી આ બાબતમાં નમતું આપવાનું પરવડતું હતું, કેમ કે નવાં રચવામાં આવેલાં ચાર સ્લેવ યા ગુલામીયુક્ત રાજ્યોની જમીન, યુનાઇટેડ સ્ટેટ્સના પ્રજાસત્તાકને દક્ષિણનાં ગુલામીયુક્ત રાજ્યોએ સુપરત કરી હતી અને ત્યાં આગળ દક્ષિણના ગુલામોના માલિક પ્લૅન્ટરો, પોતાના ગુલામોના રસાલા સાથે મોટી સંખ્યામાં જઈને વસ્યા હતા. જોડકા સિવાય, નવમા લૂઈસિયાનાને ગુલામીયુક્ત રાજ્ય તરીકે એકલું દાખલ કરવામાં આવ્યું. એ સંબંધમાં ઉત્તરનાં ગુલામીમુક્ત રાજ્યો એટલા માટે મૂંગાં રહ્યાં હતાં કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલ મિસિસિપી મહાનદીની પશ્ચિમે આવેલો, લૂઇસિયાના 189


નામનો ફ્રાન્સના તાબાનો વિશાળ પ્રદેશ ૧૮૦૩ની સાલમાં, દીર્ઘદર્શી પ્રમુખ જ ેફર્સને ફ્રાન્સ પાસેથી ખરીદી લીધો હતો. એ વેચાણખતમાં ફ્રાન્સે વેચેલા એ મુલક પૈકી લૂઇસિયાના રાજ્યમાં સમાવેશ થનારા ભાગમાં ગુલામીની પ્રથા માન્ય રાખવી, એવી એક ચોક્કસ શરત દાખલ કરવામાં આવી હતી. પરં તુ ફ્રાન્સ પાસેથી ખરીદેલા બાકીના પ્રદેશમાં રચાયેલા મિસૂરી નામના રાજ્યને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રજાસત્તાકમાં દાખલ કરવાનો સવાલ આવ્યો ત્યારે પરિસ્થિતિ ગંભીર બની. નવા દાખલ થનારા મિસૂરી રાજ્યના પ્રદેશમાં દક્ષિણના ગુલામોના માલિકો પોતાના ગુલામો સાથે જઈને વસ્યા હતા. તેઓ મિસૂરી રાજ્યને ગુલામીયુક્ત રાજ્ય તરીકે યુનાઇટેડ સ્ટેટ્સના સંઘરાજ્યમાં દાખલ કરાવવાને આકાશપાતાળ એક કરવા લાગ્યા. ઉત્તરનાં ગુલામીવિરોધી રાજ્યોએ તેને ગુલામીમુક્ત રાજ્ય તરીકે દાખલ કરાવવાને મક્કમ વલણ અખત્યાર કર્યું. અત્યાર સુધી દક્ષિણનાં ગુલામીયુક્ત અને ઉત્તરનાં ગુલામીમુક્ત રાજ્યો વચ્ચે જ ે કેવળ રસાકસી હતી તેણે હવે ગંભીર ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું; અને એ બાબતમાં આખા રાષ્ટ્રમાં ઉગ્ર ઊહાપોહ જાગ્યો. એ ઝઘડાની ચર્ચાએ એવું ભીષણ સ્વરૂપ ધારણ કર્યું કે, હવે વૃદ્ધ થયેલા તથા મરણને આરે આવીને ઊભેલા યુનાઇટેડ સ્ટેટ્સના એક અગ્રગણ્ય રાષ્ટ્રવિધાયક અને તેના ભૂતપૂર્વ પ્રમુખ જ ેફર્સનને, તે આગના નગારા સમાન લાગી. યુનાઇટેડ સ્ટેટ્સની એકતામાં જીવલેણ તડ પડી છે એ વાત, આ ઝઘડાએ પહે લવહે લી છતી કરી. પરં તુ દક્ષિણનાં ગુલામીયુક્ત રાજ્યોના કૉંગ્રેસમાંના પ્રતિનિધિઓ, ઉત્તરનાં રાજ્યોના કેટલાક પ્રતિનિધિઓનો કોઈ ને કોઈ રીતે ટેકો મેળવીને, પોતાની વાત સર કરી ગયા. પરિણામે મિસૂરીને ગુલામીયુક્ત રાજ્ય તરીકે સંઘરાજ્યમાં દાખલ 190

યુનાઇટેડ સ્ટેટ્સમાં ગુલામીના સવાલ અંગે એક યા બીજી રીતે, મક્કમ અને અણનમ વલણ ધરાવનારાં રાજ્યોનાં બે જૂથો પડી ગયાં. દક્ષિણનાં રાજ્યો, ઉપર જણાવેલા કારણસર, ગુલામીની પ્રથા કોઈ પણ ભોગે કાયમ રાખવા માગતાં હતાં અને ઉત્તરનાં રાજ્યો, કોઈ પણ ઉપાયે તેને નાબૂદ કરવાને ઉત્સુક હતાં

કરવામાં આવ્યું. પરં તુ ઉત્તરના ઉપર્યુક્ત પ્રતિનિધિઓ સામે લોકમતનો પુણ્યપ્રકોપ એવો તો ભભૂકી ઊઠ્યો કે, એ પછી થયેલી ચૂંટણીમાં એ બધા જ પોતાની બેઠક ગુમાવી બેઠા. લગભગ આંતરવિગ્રહની હદે પહોંચે એવો આ ઝઘડો શમાવવાને યુનાઇટેડ સ્ટેટ્સના શાણા રાજપુરુષોએ વચલો માર્ગ ખોળી કાઢ્યો. એ મિસૂરી કૉમ્પ્રોમાઇઝ; એટલે કે, મિસૂરીના સમાધાન તરીકે ઓળખાય છે. એ સમાધાન પ્રમાણે ૩૬°  ૩૦’ અક્ષાંશની ઉત્તરે , મિસૂરી રાજ્યના અપવાદ સિવાય, (મિસૂરી રાજ્યની એ દક્ષિણ સરહદ હતી) નવાં રચાનારાં રાજ્યોમાં, કાયદાથી ગુલામીપ્રથાનો નિષેધ ફરમાવવામાં આવ્યો. એ સમાધાનભર્યો વચલો માર્ગ કાઢવામાં હે ન્રી ક્લે નામના રાજપુરુષે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આમ છતાં એ પછીનાં પંદર વરસ દરમિયાન એ ઝઘડો ઉત્તરોત્તર ઉગ્ર જ થતો ગયો. આ થઈ ગુલામીના રાષ્ટ્રવ્યાપી મહત્ત્વના અને તકરારી સવાલની રાજકીય બાજુ . એ સવાલની એટલી જ ઉત્કટ નૈતિક બાજુ પણ હતી. ગુલામોની દશા પશુથીયે બદતર હતી. તેઓ પશુઓની જ ેમ જ તેમના માલિકોની જંગમ મિલકત ગણાતા. માણસ તરીકેના તેમને કશા જ હક નહોતા. ગુલામોના [ જૂન ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


માલિકો, તેમની માલિકીની બીજી કોઈ પણ વસ્તુની જ ેમ, પોતાની મરજી પ્રમાણે ગમે ત્યારે અને ગમે તેને, તેમનાં બાળબચ્ચાંથી વિખૂટા પાડીને પોતાના ગુલામોને વેચી શકતા. આમ ગુલામો માણસ નહીં પણ ખરીદ-વેચાણ થઈ શકે એવી વસ્તુઓ હતા. તેઓ કોઈ પણ પ્રકારનાં હથિયારો ધારણ ન કરી શકે. માલિકની લેખિત પરવાનગી વિના અથવા ગોરા સાથી વિના, પોતાના રહે ઠાણના વાડાની બહાર જઈ ન શકે, તેમજ દેશના રાજમાર્ગો પર મુસાફરી ન કરી શકે. તેઓ અદાલતમાં સાક્ષી ન થઈ શકે. તેમને વાંચતાં-લખતાં શીખવાની અથવા શીખવવાની કાયદાથી બંધી! ગુલામ સ્ત્રી પર અત્યાચાર ગુજારવામાં આવે, એ ગુનો ન ગણાય; કેવળ એ બાઈના માલિકની મિલકત પરનો ગેરકાયદે પ્રવેશ ગણાય! માલિક ધારે ત્યારે સંતતિ માટે હબસી સ્ત્રીપુરુષનો સં​ંબંધ બળજબરીથી પણ કરાવી શકે. એ રીતે થયેલાં બાળકો, માતાના માલિકની મિલકત ગણાય. ગુલામો પર અમાનુષી જુ લમ ગુજારવામાં આવે, એ સામે તેમને કાયદાનું કશું જ રક્ષણ ન મળે. આ રીતે તેમને વેઠવી પડતી શારીરિક તેમજ માનસિક યાતનાઓનું વર્ણન કર્યું જાય એમ નથી. પરં તુ માલિક મરી જાય અથવા આર્થિક રીતે તે ખુવાર થઈ જાય ત્યારે ગુલામ કુ ટુબ ં ોને વિભક્ત કરીને, માતા, પિતા, ભાઈબહે ન, પતિપત્ની વગેરેને છૂટાં પાડીને, જુ દા જુ દા ખરીદનારાઓને વેચી દેવામા આવતાં. ત્યારે તો તેમની વેદના પરાકાષ્ઠાએ પહોંચતી. એ રીતે પત્ની પતિથી, છોકરાં માબાપથી અને ભાઈબહે નો એકબીજાંથી સદાને માટે છૂટાં પડી જતાં. યુનાઇટેડ સ્ટેટ્સના સઘળા ધર્મભીરુ લોકોને, ગુલામીની પ્રથાનો આ કારમો અન્યાય સદા કનડ્યા કરતો હતો અને કેમે કરીને તેમનાથી સહ્યો જતો નહોતો. પરિણામે, ખાસ કરીને ઉત્તરનાં રાજ્યોમાં, એ नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨૦]

અમાનુષી અને અન્યાયી પ્રથા સામે, પ્રચંડ પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો. એ ગોઝારી પ્રથા નાબૂદ કરવાને ત્યાં એક જબરું આંદોલન શરૂ થયું અને દિવસે દિવસે તે વધુ ને વધુ પ્રબળ અને ઉગ્ર બનતું ગયું. અન્યાયવિરોધી અને માનવમુક્તિના ધ્યેયવાળા, ગેરબંધારણીય પણ ઉદાત્ત હે તુથી પ્રેરાયેલા આ આંદોલનમાં સાહિત્યકારો ભળ્યા, રાજદ્વારી પુરુષો ભળ્યા, સમાજસુધારકો ભળ્યા અને ધર્મોપદેશકો પણ ભળ્યા. ધ્યેયનિષ્ઠ અને આદર્શવાદી અસંખ્ય તરુણોએ એમાં પોતાનાં જીવન સમર્પણ કર્યાં અને સર્વસ્વની આહુતિ આપી. દેશભરમાં ઠેર ઠેર ગુલામોની મુક્તિ માટે મંડળો સ્થપાયાં. એ મંડળો ‘ઍબોલિશન સોસાયટી’ઓને નામે ઓળખાયાં, અને તેના સભ્યો ‘ઍબોલિશનિસ્ટ’ નામથી ઓળખાયા. તેમનું એક કાર્ય ગુલામોને કોઈ ને કોઈ રીતે તેમના જુ લમી માલિકોના પંજામાંથી છોડાવી, તેમને કૅ નેડાની સ્વતંત્ર ભૂમિમાં નસાડી લઈ જવાનું હતું. એને માટે આખા દેશમાં, ઠેઠ કૅ નેડાની સરહદ સુધી, ઠેર ઠેર છૂપાં થાણાં સ્થાપવામાં આવ્યાં. નસાડી લાવવામાં આવેલા ગુલામોને એ થાણાંમાં આશરો મળતો અને એ રીતે તેમને ક્રમે ક્રમે ઠેઠ કૅ નેડા પહોંચાડવામાં આવતા. ગુલામોને નસાડી લઈ જવા માટેની આ દેશવ્યાપી વ્યવસ્થાને ‘ભૂગર્ભ રે લવે’ના નામથી ઓળખવામાં આવતી હતી. આ ગેરકાનૂની પણ માનવદયાના કાર્યમાં, યુનાઇટેડ સ્ટેટ્સના અનેક ધ્યેયવાદી યુવાનોએ પોતાની જિંદગીનો ભોગ આપ્યો હતો. ગુલામીની પ્રથાવાળાં દક્ષિણનાં રાજ્યોમાં તેમજ તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખનારાં ઉત્તરનાં ગુલામીરહિત રાજ્યોના લોકોમાં પણ એ આંદોલન સામે એટલા જ તીવ્ર પ્રત્યાઘાતો પેદા થાય એ સ્વાભાવિક હતું. પરિણામે એ આંદોલન સામે ત્યાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો. ‘ઍબોલિશનિસ્ટ’ નામથી 191


નાખી. ઉત્તરના લોકો ગમે તે ભોગે ગુલામી નાબૂદ કરવા અધીરા બન્યા; દક્ષિણના લોકોએ કોઈ પણ ઉપાયે તે ટકાવી રાખવાને કમર કસી. ઉભય પક્ષે અાંધળિયાં કર્યાં. ગુલામીની પ્રથાના વિરોધીઓ અને તે નાબૂદ કરવા માગનારાઓ, ગુલામીના પક્ષકારોને પોતાના શત્રુ માનવા લાગ્યા. સામેથી ગુલામી ટકાવી રાખવાના હિમાયતીઓ તેમને ગુલામીના નહીં, પણ તેમના પોતાના દુશ્મન લેખવા લાગ્યા. આમ એક જ દેશના નાગરિકો વચ્ચે પરસ્પર દુશ્મનાવટ પેદા થઈ. એ રીતે ગુલામીનાં નહીં પણ રાષ્ટ્રના નાશનાં બીજ રોપાયાં. ઉભય પક્ષે એટલો દ્વેષ, ધિક્કાર અને અનુદારતા કેળવ્યાં કે, પોતાના રાષ્ટ્ર પર ઝઝૂમી રહે લી એ ભયંકર આફત કોઈને પણ દેખાઈ નહીં. પરં તુ રાષ્ટ્રના અને ગુલામોના પણ સદ્ભાગ્યે, એ ભીષણ કટોકટીની ઘડીએ, એક એવો અજાતશત્રુ સત્પુરુષ આગળ આવ્યો, જ ેની અપાર માનવતા, અચળ ન્યાયપરાયણતા, અગાધ ડહાપણ અને પારાવાર તિતિક્ષાએ એ આફત ટાળી, ગુલામોને મુક્ત કર્યા, રાષ્ટ્રને ઉગાર્યું અને તેની જોખમાયેલી એકતાને અખંડ રાખી. પરં તુ વેરનાં બીજ, તે પહે લાં એવાં તો ઊંડાં ઊતર્યાં હતાં કે, તેનાં અસીમ સૌજન્ય અને પ્રકૃ તિસિદ્ધ અવેરવૃત્તિ પણ ભાન ભૂલેલા પોતાના દેશવાસીઓનાં લોહી વહે તાં અટકાવવાને અસમર્થ નીવડ્યાં. આ ભીષણ સંકટ અને ભગીરથ રાષ્ટ્રકાર્ય, ઍબ્રહામ લિંકનને કટિબદ્ધ થવાને હાકલ કરી રહ્યું હતું.

ઓળખાતા, માનવ-સ્વતંત્રતાના ધ્યેયના ભેખધારીઓ પર, તેમના એ વિરોધીઓએ ઘૃણા અને દ્વેષનો વરસાદ વરસાવ્યો તથા તેમની પ્રવૃત્તિને કોઈ પણ રીતે દાબી દેવા, તેમને મહે ણાંટોણાં મારવાના, તેમનો ઉપહાસ કરવાના, જાહે રમાં તેમનો હુરિયો બોલાવી તેમને ફજ ેત કરવાના, હરે ક રીતે તેમની કનડગત કરવાના તથા હિં સાનો આશરો લઈ તેમનાં ખૂન સુધ્ધાં કરવાના તથા તેમની માલમિલકત બાળી મૂકી, તેમને તારાજ કરવાના ઉપાયો અજમાવ્યા. પરં તુ તેમના એ બધા ઉપાયો કારગત ન નીવડ્યા અને ‘ઍબોલિશન’ આંદોલન દિવસે દિવસે વધુ ને વધુ જોર પકડતું અને વિસ્તરતું ગયું. વળી ઍબોલિશનિસ્ટો પણ સુધારા માટેની તેમની વધારે પડતી અધીરાઈને વશ થઈને કેટલીક વાર ઉતાવળાં અને અવિચારી પગલાં ભરતા. ગુલામીની પ્રથા યુનાઇટેડ સ્ટેટ્સના રાજબંધારણમાં ગર્ભિત રીતે માન્ય રાખવામાં આવી હતી, એ મહત્ત્વની હકીકત તેઓ જોઈ શકતા નહોતા. આ રીતે, ગુલામીના કટ્ટર પક્ષકારો તથા તેના ઝનૂની વિરોધીઓ, ઉભય, પોતાના રાષ્ટ્રની એકતાના મૂળ પર જ ઘા કરતા હતા, પણ તેમને તે દેખાતું ન હતું. ઉગ્ર રાગદ્વેષે ઉભયને અંધાપો આપ્યો હતો. આખરે , એ સવાલ એટલો બધો ભીષણ બન્યો કે, યુનાઇટેડ સ્ટેટ્સના બીજા બધા સવાલો એની આગળ ગૌણ બની ગયા અને બાજુ એ ધકેલાઈ ગયા. કેટલીયે પેઢીનાં બલિદાન તથા ત્યાગથી પુનિત થયેલી અને અનેક તડકી-છાંયડીઓ વેઠીને સુદૃઢ બનેલી, યુનાઇટેડ સ્ટેટ્સની એકતા એ સવાલે ભેદી o

192

[ જૂન ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25 પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

193


કાકાસાહે બ કાલેલકર લિખિત કેટલાંક પુસ્તકો

હિમાલયનો પ્રવાસ ₹ 100.00 જીવનપ્રદીપ ₹ 150.00

₹ 200.00

જીવતા તહે વારો

₹ 180.00

જીવનચિંતન ₹ 150.00

બાપુની ઝાંખી (સંક્ષિપ્ત) ₹ 20.00

જીવનલીલા ₹ 200.00

રખડવાનો આનંદ

જ્યાં દરે કને પહોંચવું છે ₹ 50.00

પ્રાસંગિક પ્રતિસાદ ₹ 200.00

ઓતરાતી દીવાલો જીવનસંસ્કૃ તિ ₹ 350.00

₹ 30.00

પરમ સખા મૃત્યુ ₹ 100.00

આ સંપુટની કુલ કિंમત રૂ. ૧૯૪૦ થાય છે.

આખો સેટ ખરીદનારને રૂ. ૧૬૦૦માં આપવામાં આવશે.

લોકજીવન

194

₹ 150.00

– વ્યવસ્થાપક

સ્મરણયાત્રા

₹ 60.00

[ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


…when I first became acquainted with the Gita, I felt that …under the guise of physical warfare, it described the duel that perpetually went on in the hearts of mankind, and that physical warfare was brought in merely to make the description of the internal duel more alluring. … The Gita is not an aphoristic work; it is a great religious poem. The deeper you dive into it, the richer the meanings you get. …The seeker is at liberty to extract from this treasure any meaning he likes so as to enable him to enforce in his the central Size :life 8.25” × 5.5”teaching. | Pages : 312 | ૱ 250/Nor is the Gita a collection of dos and Don’ts. What is lawful for one may be unlawful for another. What may be permissible at one time, or in one place, may not be so at another time, and in another place. Desire for fruit is the only universal prohibition. Desirelessness is obligatory. The Gita has sung the praises of Knowledge, but it is beyond the mere intellect; it is essentially addressed to the heart and capable of being understood by the heart. Therefore the Gita is not for those who have no faith. The author makes Krishna say: Do not entrust this treasure to him who is without sacrifice, without devotion, without the desire for this teaching and who denies Me. On the other hand, those who will give this precious treasure to My devotees will, by the fact of this service, assuredly reach Me. And those who, being free from malice, will with faith absorb this teaching, shall, having attained freedom, live where people of true merit go after death. M. K. Gandhi ISBN 978-81-7229-126-6

9 788172 291266 _ 250

૧૯૫

Gandhiji’s Anasaktiyoga …leaves nothing to be desired so far as the central message of the Gita is concerned, and his brief notes are enough for the purpose. …Anasaktiyoga was written mainly for the Gujarati reading, and especially the unsophisticated and even unlettered section of that public. … But this translation of his translation of the Gita is meant for a different, if not also a larger, public… I have appended additional notes to the shlokas (verses) and …cover a number of points that could not be dealt with in the notes, and were outside the scope of Gandhiji’s book. Let me make it clear that I lay no more claim to scholarship than does Gandhiji, but I am myself a student …and it is out of my sympathy for the needs of people of my kind that I have presumed to introduce this additional matter. as I read Gandhiji’s translation over and over again I felt that certain doubts and difficulties that troubled me were likely to trouble other minds too, and that I should offer what explanation I could about them. … I have also ventured to draw parallels from the Bible and the Koran and the words of great seers who drew their inspiration from those great books, in order to show how, in the deepest things of life, the Hindu and the Mussalman and the Christian, the Indian and the European, in fact all who cared and endeavoured to read the truth of things, are so spiritually akin. …Not that I went out of my way to hunt for those parallels, but I took them just as they came in the course of my quiet reading in my prison cell. Mahadev Desai [excerpted from the respective prefaces]


“મહાત્મા જ ેવા માણસો‘નવજીવન’ના પણ કંઈ કહેપાને એ માની જ લેવું લડતની એમાં માણસાઈ આઝાદીની હાકલ...નથી” : મો. ક. ગાંધી

૩૨૦ ૧૯૬


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.