Navajivanno Akshardeh June 2019

Page 1

વર્ષૹ ૦૭ અંકૹ ૦૬ સળંગ અંકૹ  ૭૪ •  જૂન ૨૦૧૯

છૂ ટક કિંમત ઃ _ ૧૫

અર્થશાસ્ત્ર એ તો સંપત્તિ મેળવવા માટેનું, સમૃદ્ધ બનવા માટેનું શાસ્ત્ર છે. આદર્શવાદ કે ભ્રમણામાં ભટકવાને બદલે વાસ્તવિક ફલદાયી અનુભવને આધારે તે રચાયું છે. તેના નિયમોને માન આપીને વર્તે તે તવંગર થાય છે અને તેને અવગણે તે ગરીબ રહે છે. અમારા આ શાસ્ત્રના સુપ્રસિદ્ધ નિયમો પાળવાથી દેશના એકેએક મૂડીપતિએ ધનસંપત્તિ પ્રાપ્ત કરી છે અને તેને વળગી રહે વાથી હજુ પણ એ સૌ અઢળક ધન મેળવતા જાય છે, તે એક પુરવાર થઈ ચૂકેલી હકીકત છે. તેથી તેની પ્રબલતા સામે તાર્કિક દલીલ વ્યર્થ છે. વેપારધંધો કરનાર દરે ક પોતાના અનુભવથી જાણે છે કે પૈસો કેમ બનાવાય છે અને તે કેમ ગુમાવાય છે. — જૉન રસ્કિન (‘અન્ટુ ધિસ લાસ્ટ’માંથી)


વર્ષૹ ૦૭ અંકૹ ૦૬ સળંગ અંકૹ ૭૪ • જૂ ન ૨૦૧૯ છૂ ટક કિંમત ઃ _ ૧૫

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે

ગાંધી અને અર્થશાસ્ત્ર

૧. અર્થશાસ્ત્રનો ઉદ્દેશ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . નરહરિ પરીખ. . . . ૧૯૧

૨. આર્થિક વિચાર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . આચાર્ય કૃ પાલાની. . . . ૧૯૫

પરામર્શક

૩. અહિંસક જીવન-ધોરણ . . . . . . . . . . . . . . . . . . . . . . . . .જ ે. સી. કુ મારપ્પા. . . . ૨૦૦

સાજસજ્જા

૫. ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી : ભાગ-૪. . . . . . . . . ડૉ. રં જના હરીશ. . . . .૨૦૬

કપિલ રાવલ અપૂર્વ આશર આવરણ ૧

Illustration by Evan Turk for Grandfather Gandhi written by Arun Gandhi and Bethany Hegedus (Atheneum Books For Young Readers 2014)

૪. દોલતનો નસો. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .મો. ક. ગાંધી. . . . ૨૦૩

૬. મારાં પ્રવાસનાં સાહસો. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . હે લન કેલર. . . . ૨૦૯

૭. ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહેલાં . . . . . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . . ૨૧૭

 ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… ��������������������������������������� ૨૧૯

૮. ડૉ. કુરિયનનું ગ્રામીણ પત્રકારત્વનું સ્વપ્ન. . . . . . . . . . . . મણિલાલ એમ. પટેલ. . . . ૨૨૦

આવરણ ૪ ચિત્રકળાનો પાયો

[નવજીવન, ૧૨-૭-૧૯૩૧]

વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૧૯)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૧૯ એ ૨૦૧૯નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૧૯૦


અર્થશાસ્ત્રનો ઉદ્દે શ નરહરિ પરીખ “માણસો જ ેટલે દરજ્જે હોશિયાર અને નીતિવાન હોય તેટલે દરજ્જે દોલતનું માપ વધ્યું. એમ વિચારતાં આપણે જોઈશું કે ખરી દોલત તે સોનુંરૂપું નથી પણ માણસો પોતે છે.” — મો. ક. ગાંધી વર્તમાન સરકારે ફરી શાસનધુરા સંભાળ્યા બાદ જ ે વિશે સૌથી વધુ વિમર્શ થઈ રહ્યો છે તે ભારતીય અર્થવ્યવસ્થાનું સંકટ છે. પ્રજા આ સંકટનો ભાર બેરોજગારી અને મોંઘવારીથી ઉઠાવી રહી છે. સામે પક્ષે સરકાર મજબૂત થતો રૂપિયો, વધતો સેન્સેક્સ અને વધી રહે લી નિકાસના આંકડા ગણાવે છે. દેશના અર્થતંત્ર વિશે આમ બે વિરોધાભાસી ચિત્ર રજૂ થઈ રહ્યાં છે. આ વિરોધાભાસનું એક કારણ નાનકડા વર્ગને થતો લાભ અને બહોળી પ્રજાને વંચિત રહે વું પડે તે છે. ભારતે જ ે અર્થનીતિ સ્વીકારી છે, તેમાં અમીર-ગરીબની ખાઈ મોટી ને મોટી થઈ રહી છે. આંકડામાં જોઈએ તો તેનો અનુપાત કંઈ આવો છે : દેશનો દસ ટકા અમીર વર્ગ ૭૮ ટકા સંપત્તિ ધરાવે છે, જ્યારે 60 ટકા લોકોના ભાગે પાંચ ટકાથી પણ ઓછી સંપત્તિ આવે છે. જ ે અર્થતંત્ર આટલી અસમાનતાથી વિકસ્યું હોય તેને સ્વસ્થ કેવી રીતે કહી શકાય? અર્થનીતિમાં ભારત જ ેવા દેશે જ ે માર્ગે આગળ વધવું જોઈએ તેના કરતાં ઊલટી દિશામાં સડસડાટ આગળ વધી રહ્યો છે. વિશ્વભરમાં મોટા અર્થતંત્ર તરીકે ભારત ભલે ડંકો વગાડી રહ્યું હોય છતાં ખાટલે મોટી ખોડ એ છે કે બહુજનને તેનો લાભ ન્યૂનતમ મળી રહ્યો છે. આ સમસ્યાનાં કારણો અને તેના ઉકેલો અર્થશાસ્ત્રમાં ઘણાં હોઈ શકે, પણ ગાંધીજીએ અર્થતંત્રની જ ે વિભાવના બાંધી હતી અને તેનો અમલ થોડોઘણો કરી દાખવ્યો હતો, તેમાં અંતિમજનનું હિત સધાય તેમ હતું. તે ઉપરાંત તે અર્થનીતિમાં સમાજમાં સંતુલન રહે તેવી વ્યવસ્થા પણ હતી. ગાંધી અને અર્થશાસ્ત્ર ખૂબ ચર્ચાયેલો વિષય છે, પણ ભારત જ્યારે અર્થવ્યવસ્થાના આ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ગાંધીજીના સાથી રહે લાઓએ તેમની અર્થદૃષ્ટિને અલગ-અલગ સમયે રજૂ કરી હતી, જ ે ફરી જોઈ જવા જ ેવી છે.

…આજ ે જ ેને અર્થશાસ્ત્ર કહે વામાં આવે છે તેનો કર્યો છે. આજ ે દુનિયામાં આપણે જોઈએ છીએ કે

ઉદય અને તેનો વિકાસ છેલ્લાં ત્રણસો વર્ષમાં જ થયો છે. યુરોપની ચાંચિયા પ્રજાઓએ સાતે સમુદ્ર ખૂંદી વળી, વેપારને નામે ત્રિખંડવ્યાપી લૂંટ ચલાવી અેની સાથે આ શાસ્ત્રનો ઉદય થયો છે, અને યુરોપમાં કારખાનાં અને મૂડીદારીનો વિકાસ થયો, તેની સાથે આ શાસ્ત્રનો વિકાસ થયો છે. એટલે મહાજુ લમ, અન્યાય અને શોષણ સાથે પ્રચલિત અર્થશાસ્ત્રનો ઉદય અને વિકાસ સંકળાયેલા છે. આર્થિક પ્રગતિને નામે યુરોપના અર્થશાસ્ત્રીઓએ યુરોપની પ્રજાઓના આ જુ લમ, અન્યાય અને શોષણનો બચાવ પણ नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

થોડાક શ્રીમંત માણસોને કોઈ વસ્તુની કમી નથી હોતી અને બહુ મોટા ગરીબવર્ગને પેટપૂરતું ખાવાનું પણ નથી મળતું. આ અન્યાયી વિષમતાનું કારણ એ છે કે અર્થ પરત્વેના આપણા વ્યવહારો જ ે શાસ્ત્રને અનુસરીને ચાલે છે તે શાસ્ત્રનો સાચો ઉદ્દેશ અને તે શાસ્ત્રનું સાચું સ્વરૂપ આપણને સમજાયું નથી. અર્થશાસ્ત્રનો સાચો ઉદ્દેશ તો એવા નિયમો શોધી કાઢવાનો હોવો જોઈએ કે જ ે અનુસાર આપણા અર્થ પરત્વેના બધા વ્યવહારો એવી રીતે ગોઠવી શકાય, જ ેથી સમાજમાં કોઈને પણ કશી આર્થિક વિટંબણા 191


ન પડે. એટલે કે દરે ક માણસને પૂરતું કામ મળી રહે અને જ ે પૂરતું કામ કરે તેને પોતાની વાજબી જરૂરિયાતની બધી વસ્તુઓ મળી રહે . કોઈ પણ અર્થવ્યવસ્થા સમાજને હિતકારી ત્યારે જ કહે વાય જ્યારે સમાજની દરે ક વ્યક્તિને પોતાની શક્તિ મુજબ પોતાને અનુકૂળ કામો કરવાની પૂરેપૂરી તકો મળી રહે એટલે કે એ કામ કરવામાં જ ે સાધનો કે ઓજારો જોઈએ તે મળવામાં કોઈ જાતનો અંતરાય ન આવે, એ કામ માટે જ ે કુ દરતી સાધનો જોઈએ તેનો જરૂર પ્રમાણે ઉપયોગ કરવાની પૂરેપૂરી છૂટ હોય. વળી પોતે કરે લાં કામમાંથી થયેલું ઉત્પન્ન અથવા તેમાંથી મળેલાં ફળનો લાભ બીજાઓ ગેરબાજબી કે ખોટી રીતે ઉઠાવી ન જાય. ટૂ કં માં સમાજમાં ભૂખમરો ને કંગાલિયત ન હોય, એક દેશ બીજા દેશનું, તેમ જ દેશમાંનો એક વર્ગ બીજા વર્ગનું શોષણ ન કરી શકે, એવી અર્થવ્યવસ્થા શી રીતે ઊપજાવી શકાય એ બતાવવાનું કામ અર્થસાસ્ત્રનું છે. આમાં એ યાદ રાખવાનું છે કે અર્થ અથવા સંપત્તિ એ તો માત્ર સાધન છે. અર્થશાસ્ત્રનો મૂળ અને મુખ્ય ઉદ્દેશ તો એ સાધનનું સાચું સ્વરૂપ તથા તેનું ઉત્પાદન, વિનિમય, વહેં ચણી, વ્યય, એ બધું કેવી રીતે ગોઠવાય જ ેથી માનવજાતિનાં સુખશાંતિ અને કલ્યાણ સાધી શકાય તેનું વિવેચન કરવાનો છે. એટલે કે અર્થશાસ્ત્રના વિચારમાં અર્થ અથવા સંપત્તિ એ સાધન છે, માનવજાતિનું સુખ અને કલ્યાણ એ સાધ્ય છે. પણ અત્યારની અર્થપ્રવૃત્તિ તપાસીએ તો જણાય છે કે સાધનને જ સાધ્ય ગણી કાઢવામાં આવ્યું છે. આજ ે બહુ મોટા જનસમુદાયની આર્થિક દશા તરફ દુર્લક્ષ આપી ઉત્પાદન શી રીતે વધારવું અથવા તો નફો શી રીતે મેળવવો એ વિચાર જ પ્રધાન થઈ ગયો છે. એ વિચારને ટેકો આપનારા અર્થશાસ્ત્રીઓ પણ પડેલા છે અને અર્થશાસ્ત્રને નામે ઘણા અનર્થો ઊભા 192

દેશમાં ખૂબ વસ્તુઓ નીપજતી હોય તેથી કાંઈ એ દેશ અર્થવાન અથવા સુખી નથી થઈ શકતો. સમાજનું હિત અને પ્રગતિ સધાય તેવી રીતે એ વસ્તુઓને વાપરતાં ત્યાંના લોકોને આવડે છે કે કેમ તે ઉપરથી એ દેશના સાચા અર્થમાં સંપત્તિમાન છે કે કેમ તેનું માપ નીકળે

થવા પામ્યા છે.

અર્થ અને અનર્થ ...સંપત્તિનું પહે લું લક્ષણ ઉપયોગિતાનું ગણાવ્યું છે, એ વિશે જરા ઊંડા ઊતરીને વિચાર કરવાની જરૂર છે. દારૂનો દાખલો લઈએ. જ ે માણસને દારૂ પીવાની ટેવ પડી હોય, તે એ વસ્તુને પોતાને ઉપયોગી માને છે, અને પૈસા આપીને ખરીદ કરે છે. આધુનિક અર્થશાસ્ત્રીઓ કહે છે કે દારૂની ગણના પણ સંપત્તિ અથવા અર્થમાં થવી જોઈએ, કારણ તેનામાં માણસને ઉપયોગી થવાની, માણસની વાસના તૃપ્ત કરવાની શક્તિ રહે લી છે. દારૂ પીવાની માણસની વાસના સારી છે કે નરસી, જ ે માણસ એ વસ્તુ પોતાને ઉપયોગી માને છે તે ખરી રીતે માને છે કે ખોટી રીતે તેનો વિચાર કરવાનું કામ અર્થશાસ્ત્રનું નથી. એ કામ તો નીતિશાસ્ત્રનું છે! આવી રીતે અર્થશાસ્ત્રને નીતિથી જુ દું પાડીને અર્થશાસ્ત્રીઓએ મોટો અનર્થ ઊભો કર્યો છે. દારૂ કે અફીણ જ ેવી કેફી વસ્તુઓના વેપારમાંથી ખૂબ ધન પ્રાપ્ત કરી શકાય એ ખરું , પણ એ વસ્તુઓથી તથા એના વેપારથી માણસજાતનું કલ્યાણ કે પ્રગતિ [ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


સધાતાં નથી. ઊલટુ,ં એ વસ્તુઓ માણસજાતને દુઃખી કરવામાં કારણભૂત થાય છે. અર્થશાસ્ત્રનું લક્ષ્ય તો માણસજાતની પ્રગતિ અને કલ્યાણ સાધવું એ જ છે. સંપત્તિ અથવા અર્થ એ માટેનું માત્ર સાધન છે. જ ે સાધન એ ન સાધી શકે તે અર્થ નહીં પણ અનર્થ, સંપત્તિ નહીં પણ વિપત્તિ ગણાવું જોઈએ. વળી એકની એક વસ્તુ તેના ઉપયોગ અનુસાર અર્થ કે અનર્થ, સંપત્તિ કે વિપત્તિ બને છે. દારૂ પીને માણસ ગાંડો બને ત્યારે એ અનર્થકારી છે. પણ એ જ દારૂ જ ેને શરીરે વા આવ્યો હોય તેના વા વાળા ભાગ ઉપર ચોળવામાં આવે ત્યારે અર્થકારી બને છે. એટલે સાચી સંપત્તિનું મૂળ એ વસ્તુનો માણસની ઉપયોગ કરવાની રીત તથા શક્તિ અને આવડતમાં રહે લું છે. આપણે જોઈ ગયા કે કોઈ દેશમાં ખૂબ વસ્તુઓ નીપજતી હોય તેથી કાંઈ એ દેશ અર્થવાન અથવા સુખી નથી થઈ શકતો. સમાજનું હિત અને પ્રગતિ સધાય તેવી રીતે એ વસ્તુઓને વાપરતાં ત્યાંના લોકોને આવડે છે કે કેમ તે ઉપરથી એ દેશના સાચા અર્થમાં સંપત્તિમાન છે કે કેમ તેનું માપ નીકળે. સંપત્તિનો સાચો અર્થ સમજવા માટે ‘તમારી પાસે શું છે?’ એટલો જ નહીં પણ ‘તમે એનો શો ઉપયોગ કરો છો?’ એ પ્રશ્ન પણ આપણે પૂછવો જોઈએ. ગમે તેટલી સારી અને ગુણકારી વસ્તુ પણ જો તે સમજદાર અને કુ શળ માણસના હાથમાં હોય તો જ સંપત્તિ થઈ શકે છે, એટલે કે વ્યક્તિ તથા સમાજનું હિત સાધી શકે છે. દૂધની ઉપયોગિતા વિશે બેમત નથી. પણ જ્યાં માનવબાળકોને દૂધ વિના ટળવળવું પડતું હોય ત્યાં કોઈ શ્રીમંત માણસ પોતાનાં કુ રકુ રિયાંને સારી પેઠ ે દૂધ પાઈ દેતો હોય, અથવા લોકો ભૂખે મરતા હોય ત્યારે એના રસોડામાં ખોરાકનો સારી પેઠ ે બગાડ થતો હોય, ત્યાં દૂધ नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

પોતે જેને સંપત્તિ માની બેઠું છે તેનું વધારે પ્રમાણમાં ઉત્પન્ન કેમ થાય તેનો જ વિચાર આધુનિક અર્થશાસ્ત્ર મુખ્યત્વે કરે છે. વળી એ સંપત્તિના મૂલ્યની આંકણી માનવસુખના ગજથી નહીં પણ બજારમાં તેનાં જ નાણાં ઊપજે તેના ગજથી કરવામાં આવે છે

તથા ખોરાક સંપત્તિ તરીકે સમાજના ઉપયોગમાં નથી આવતાં. તેનો યોગ્ય ઉપયોગ નથી થતો એટલે તે ધન હોવા છતાં સંપત્તિ મટી જાય છે. લોખંડનો ઉપયોગ હળની કોશ બનાવવામાં પણ થાય અને પ્રાણ લે એવાં હથિયારો બનાવવામાં પણ થાય. વળી એ જ જીવલેણ હથિયારનો ઉપયોગ એક માણસ હિં સ્ર પશુ અથવા લૂંટારા સામે આત્મરક્ષણ અર્થે કરે અને બીજો માણસ કોઈ નિર્દોષ માણસનું ખૂન કરવામાં કરે . આમ ધનદોલત તેના ઉપયોગ પરત્વે સંપત્તિ કે વિપત્તિ, અર્થ કે અનર્થ બને છે. બીજા ભયંકર વિશ્વયુદ્ધમાં લડાઈનાં સાધનો પાછળ અબજો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે અને હજી ખર્ચાયે જાય છે, એ ધનનો ભારે અનર્થકારી બગાડ છે. જ ે રાષ્ટ્રો વેપારને નામે અન્યાય અને જુ લમ કરી બીજા દેશોનું ધન લૂંટી રહ્યાં હતાં તેમને એવી બીક પેઠી કે બીજુ ં રાષ્ટ્ર પોતાના કરતાં જબરું થઈ જશે. દરે કે પોતાની લશ્કરી તૈયારી ખૂબ કરવા માંડી. મોટાં સામ્રાજ્યો જમાવી બેઠલ ે ાં જૂ નાં રાષ્ટ્રોની માફક પોતાનું પણ મોટુ ં સામ્રાજ્ય જમાવવાની ઉમેદવારીવાળાં નવાં રાષ્ટ્રોએ પોતાનું બળ વધારવા મોટાં લશ્કરો તૈયાર કરવા માંડ્યાં અને સાધનસરં જામ 193


વધાર્યે જ ગયાં. આ બધાં લશ્કરી સાધનસરં જામ કહે વાય છે તો સંપત્તિ પણ એ દુનિયાને મહાવિપત્તિરૂપ થઈ પડ્યાં છે. જ ે સાધનો અને મહે નતમજૂ રીનો ઉપયોગ લોકોની સુખાકારી અને શાંતિ અર્થે થઈ શક્યો હોત તેનો ઉપયોગ સમાજોપયોગી કશું કામ નહીં કરનારા અને એકબીજાનો સંહાર કરવાને ઉદ્યુક્ત થયેલા એવા લશ્કરના માણસોને પોષવામાં તથા સાધનસરં જામ વધાર્યે જવામાં થાય છે. તેને લીધે માનવપ્રગતિનો કાંટો પાછો ઠેલાય છે એ વિશે શંકા નથી. પોતે જ ેને સંપત્તિ માની બેઠુ ં છે તેનું વધારે પ્રમાણમાં ઉત્પન્ન કેમ થાય તેનો જ વિચાર આધુનિક અર્થશાસ્ત્ર મુખ્યત્વે કરે છે. વળી એ સંપત્તિના મૂલ્યની આંકણી માનવસુખના ગજથી નહીં પણ બજારમાં તેનાં જ નાણાં ઊપજ ે તેના ગજથી કરવામાં આવે છે. પોતાના માલનાં નાણાં કેટલાં ઊપજશે તેનો વિચાર જ ઉત્પાદકના મનમાં પ્રધાન રહે છે. એ વસ્તુ લોકોને ઉપયોગી કેટલી થશે, લોકોની એ કેટલી સુખાકારી સાધી શકશે, એ વસ્તુ તરફ ઉત્પાદકની જ ેમ અર્થશાસ્ત્રીઓનું પણ દુર્લક્ષ રહે છે. વસ્તુ તૈયાર કરતાં કેટલું ખર્ચ થશે તેની આંકણી પણ નાણાંના ગજથી જ કરવામાં આવે છે. તે ઉત્પન્ન કરતાં મજૂ રોને કેટલું કષ્ટ પડે છે, તેમનાં શરીર કેટલાં ઘસાઈ જાય છે, તેમની આવરદા કેટલી ઓછી થાય છે, તેમનાં મન અને બુદ્ધિ ઉપર કેટલી અનિષ્ટ અસર થાય છે, તેમનાં જીવન કેટલાં નીરસ અને નિઃસત્ત્વ થઈ જાય છે તેનો વિચાર કોઈ કરતું નથી. માણસ બજારમાં કપડુ ં લેવા જાય ત્યારે એ કપડુ ં કેમ વાર મળે છે એનો જ તે વિચાર કરશે, પણ જો તે મિલનું કપડુ ં હોય તો પીંજણખાતામાં કામ કરતા મજૂ રોનાં ફે ફસાંમાં કેટલી ઝીણ અથવા કીટી ગઈ અને તેથી તે ક્ષયરોગનો ભોગ થઈ પડ્યો, તાણાખાતામાં મજૂ રને કેટલું તણાઈ મરવું 194

માણસ બજારમાં કપડું લેવા જાય ત્યારે એ કપડું કેમ વાર મળે છે એનો જ તે વિચાર કરશે, પણ જો તે મિલનું કપડું હોય તો પીંજણખાતામાં કામ કરતા મજૂરોનાં ફેફસાંમાં કેટલી ઝીણ અથવા કીટી ગઈ અને તેથી તે ક્ષયરોગનો ભોગ થઈ પડ્યો, તાણાખાતામાં મજૂરને કેટલું તણાઈ મરવું પડ્યું કે સાળખાતામાં કેટલું વણાઈ જવું પડ્યું તેનો વિચાર તેને ભાગ્યે જ આવશે

પડ્યું કે સાળખાતામાં કેટલું વણાઈ જવું પડ્યું તેનો વિચાર તેને ભાગ્યે જ આવશે. કોઈ નવી શોધની બાબતમાં અથવા તો નવું સાહસ ઉપાડવાની બાબતમાં પણ તેની યોજનાનો વિચાર કરતી વખતે માનવજીવન ઉપર એટલે માણસની સુખાકારી અને પ્રગતિ ઉપર તેની શી અસર થશે તેનો વિચાર કરવાની કોઈની ફરજ નથી ગણાતી. તેમાંથી નાણાં શી રીતે વધારે મળશે તેનો જ વિચાર કરવા સૌ બેસી જાય છે. અર્થશાસ્ત્રનો સાચો ઉદ્દેશ તો સંપત્તિને સસ્તી અને માણસને મોંઘો બનાવવાનો છે. તેને બદલે આજ ે અવળો જ ક્રમ ચાલી રહ્યો છે. માણસ બિચારો સસ્તો થઈ ગયો છે, અને સંપત્તિ મોંઘી થઈ છે. કોઈક શ્રીમંત સુંદરીને પોતાની ટોપીમાં ખોસવા માટે કે ગળે વીંટાળવા માટે સુંવાળાં પીછાં કે મુલાયમ રું વાટીવાળાં ચામડાં જોઈએ, તેનાં મોંમાંગ્યાં દામ આપવા તે તૈયાર થાય છે અને તેથી લોભાઈને કેટલાય શિકારીઓ નિર્દોષ પ્રાણીઓના શિકાર કરવા નીકળી પડે છે અને પોતાના જાન જોખમમાં નાખે છે. એવી જ કોઈ સુંદરીના કંઠ કે હાથના શણગાર માટે કેટલાયે મરજીવા મોતી કાઢવા જીવને જોખમે [ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ન ગણાય, કારણ દેશના કુ લ ધનના સરવાળાના પ્રમાણમાં દેશની કુ લ સુખાકારી અને પ્રગતિનો સરવાળો મોટો નહીં આવે. એટલે જ્યાં સુધી અર્થવ્યવસ્થા કેવળ માની લેવામાં આવેલી સંપત્તિના ઉત્પાદન અને તેનાં કેટલાં નાણાં ઊપજશે તે ઉપર નજર રાખીને ગોઠવાય છે પણ માનવસુખનો વિચાર તેમાં થતો નથી, ત્યાં સુધી દુનિયામાં સુખશાંતિ સ્થપાવી અશક્ય છે. કારખાનામાં કામના કલાક, મજૂ રીના દર, મજૂ રોનાં ગંદાં રહે ઠાણ, જમીનનાં આકરાં ગણોત, નાણાં ધીરનારની વ્યાજખોરી, ખેડૂતોની ખરાબી અને દુનિયાભરમાં વ્યાપી રહે લી ભયંકર બેકારી અને કંગાલિયત — આવા આવા અનેક આર્થિક પ્રશ્નોના ઉકેલ લાવવામાં પ્રચલિત અર્થશાસ્ત્ર આજ ે અસમર્થ નીવડ્યું છે તેનું મુખ્ય કારણ એ જ છે કે તેની નજર માણસ ઉપર નહીં પણ પૈસા ઉપર ચોંટી   છ.ે

દરિયામાં ડૂ બકીઓ મારે છે. અને આવી તો કેટલીયે ભોગવિલાસની ચીજો મેળવવામાં તથા બનાવવામાં લોકો પોતાનાં શરીર જોખમમાં નાખે છે અથવા ઘસી નાખે છે, અને કુ દરતને લૂંટ ે  છ.ે સમાજની સુખાકારીનો આધાર જ ેવી રીતે સંપત્તિના વાજબી ઉપભોગ અથવા વ્યય ઉપર છે, તેવી જ રીતે સંપત્તિની ન્યાયપુરઃસર વહેં ચણી ઉપર પણ છે. ખેતરમાં પાકેલા કપાસમાંથી કાપડ તૈયાર થઈને વાપરનારના હાથમાં જાય ત્યાં સુધીમાં અનેક ક્રિયાઓ જુ દા જુ દા માણસો કરે છે. આ બધાને પોતપોતાના મહે નતાણાનો યોગ્ય બદલો મળવો જોઈએ. પણ તે નથી મળતો, તેથી અમુક માણસો ઓછુ ં કામ કરવા છતાં ખૂબ શ્રીમંત અને બીજા માણસો તનતોડ મજૂ રી કરવા છતાં બહુ ગરીબ જોવામાં આવે છે. કોઈ દેશના કુ લ ધનનો સરવાળો ઘણો મોટો હોવા છતાં જો ધનનો મોટો ભાગ દેશના થોડા શ્રીમંતોના કબજામાં હોય અને વસ્તીનો મોટો ભાગ ગરીબ સ્થિતિમાં હોય તો એ દેશ સંપત્તિમાન

આર્થિક વિચાર

[નરહરિ દ્વા. પરીખ લિખિત ‘સંક્ષિપ્ત માનવ અર્થશાસ્ત્ર’ માંથી સંપાદીત] o

આચાર્ય કૃ પાલાની | અનુ. નગીનદાસ પારે ખ

અઢારમી સદીના પાછલા ભાગમાં ઔદ્યોગિક

ક્રાંતિ થયા પછી આધુનિક આર્થિક વિચારણાએ પશ્ચિમમાં આકાર લીધો. ગાંધીજીના આર્થિક વિચારો સમજવામાં આપણે પશ્ચિમની આર્થિક વિચારણામાંથી જન્મેલા ખ્યાલોનો ત્યાગ કરવો જોઈએ અથવા ઓછામાં ઓછુ ,ં તે ખ્યાલોમાં થોડો ફે રફાર કરવો જોઈએ. ગાંધીજીના અર્થકારણનો અભ્યાસ એમના પોતાના નૈતિક અને આધ્યાત્મિક સિદ્ધાંતો અને આદર્શોની તેમ જ ભારતમાં જ ે સ્થિતિ પ્રવર્તતી

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

હતી અને આજ ે પણ પ્રવર્તે છે, તેની દૃષ્ટિએ કરવો જોઈએ. વળી, ગાંધીજી જ ે ભાષા વાપરે છે તે પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તદ્વિદો જ ે ભાષા વાપરે છે તે એ ભાષા નથી. સામાન્ય માણસ સમજી શકે એવી એ તો બજારની ભાષા છે. ...અમે એ પણ કહ્યું છે કે તેઓ જીવન એક અને અખંડ છે એમ માનતા હતા; તે જુ દાં જુ દાં તદ્દન અલગ અલગ ખાનાંમાં વહેં ચાઈ ગયેલું છે, એવું માનતા નહોતા. માનવજીવનનાં બધાં જ પાસાંઓને એક જ પ્રકારનાં જીવનમૂલ્યો લાગુ પાડવામાં આવે 195


તો તેમને એકત્વ અર્પી શકાય. માણસની બધી જ પ્રવૃત્તિઓને તેના તે નૈતિક નિયમો લાગુ પાડવામાં ન આવે તો પરિણામે વ્યક્તિની અંદર અને સમાજમાં વિરોધ પેદા થશે. એને લીધે વ્યક્તિમાં તેમ જ સમૂહમાં વિભક્ત વ્યક્તિત્વ જન્મ પામશે. અને બધાં જ સત્યો એક જ પરમ કારણમાંથી ફલિત થાય છે, એમ પણ નહીં બતાવી શકાય. ગીતા અનુસાર, એવી દૃષ્ટિ તામસિક હશે અને એને લીધે કોઈ પણ પ્રશ્ન પ્રત્યેનો અભિગમ ભ્રાંતિમય હશે. વળી, જીવનના કોઈ પણ ક્ષેત્રમાંના સત્યનો અલગભાવે વિચાર કરવામાં આવશે તો તેમાંથી અસહિષ્ણુતા અને મતાંધતા પેદા થશે. દાખલા તરીકે, માનવજાતનો આખો ઇતિહાસ આર્થિક વર્ગો વચ્ચેની અથડામણ અને વિગ્રહનો હે વાલ છે, એવો માર્ક્સનો ખ્યાલ લો. આ ખંડદર્શન છે. માણસમાં અનેક પ્રેરણાઓ રહે લી છે. ગમે એટલી મૂળભૂત હોય તોયે આર્થિક પ્રેરણા એ બધીઓમાંની એક છે. એ વાત સાચી છે કે માણસ પાસે સંસ્કારી જીવનની ઓછામાં ઓછી જરૂરિયાતોનો પણ અભાવ હોય તો તેનું જીવન શુષ્ક બની જાય. પણ જો વ્યક્તિના અને સમૂહના સુખ અને વિકાસ માટે આર્થિક સંપન્નતા જરૂરની છે તો સ્વતંત્રતા પણ એટલી જ જરૂરની છે અને નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો પણ ઓછાં જરૂરનાં નથી. ખ્રિસ્તે સાચું જ કહ્યું હતું, “માણસ ફક્ત રોટલાથી જીવતો નથી.” પણ તે રોટલા વિના પણ જીવી શકતો નથી એ પણ હકીકત છે. આત્મા કરતાં કદાચ વસ્તુ ઓછી મહત્ત્વની હશે, પણ માનવોમાં તો આત્મા દેહ મારફતે જ પ્રગટ થાય છે અને કાર્ય કરે છે. વળી, સ્વતંત્રતા એ આપણા અસ્તિત્વનું સારભૂત તત્ત્વ છે. વ્યક્તિની, સમૂહની કે રાષ્ટ્રની પ્રગતિ માટે એ પહે લી શરત છે. તેથી, વ્યક્તિના અને સમૂહના જીવનમાં આર્થિક પ્રવૃત્તિ અને ઉત્પાદનની પદ્ધતિઓ નિર્ણાયક તત્ત્વો છે એવી માર્ક્સની કલ્પના ખંડસત્ય છે. આર્થિક 196

પ્રવૃત્તિ નૈતિક મૂલ્યોને જતાં કરી શકે એમ નથી એ પણ જીવનની હકીકત છે. નીચેની સાચી બનેલી વાત ઉપરથી આ સ્પષ્ટ થશે. એક યુવતી કોઈ ફૅ શનેબલ દુકાનમાં ગઈ. તેણે અમુક કાપડ ખરીદ્યું. તેની પાસે એની વાજબી કરતાં ચારગણી કિંમત માગવામાં આવી અને તે યુવતી તે ચૂકવી રસ્તે પડી. પાછળથી વેપારીને ખબર પડી કે તે યુવતી પોતાની પર્સ ભૂલી ગઈ છે. પર્સમાં કેટલાક હજારના દાગીના હતા. વેપારી ખૂબ બેચેન બની ગયો. એને પેલીના સરનામાની ખબર નહોતી. એણે પર્સનું કરવું શું? થોડા દિવસ તપાસ કર્યા પછી તેને પેલી બાઈનું સરનામું મળ્યું અને તે પર્સ લઈને તેની પાસે ગયો. તે બાઈએ હસીને કહ્યું : “તમે મારી પાસે કાપડની ચારગણી કિંમત લીધી. એ વધારાની કિંમત બહુ બહુ તો ૨૦ કે ૨૫ રૂપિયા હશે; અને અત્યારે તમે મારી પર્સ મને પાછી આપી જ ેમાં હજારો રૂપિયાનાં ઘરે ણાં છે. આમ કેમ?” વેપારી પણ હસી પડ્યો અને બોલ્યો, “બહે ન, મેં તમારી પાસે વધારે ભાવ લીધો તે મારી વેપારી નીતિ છે, અને આ પર્સ પાછી આપું છુ ં એ મારી વ્યક્તિ તરીકેની નીતિ છે. હં ુ કંઈ ચોર નથી!” આપણા રોજિંદા જીવનમાં આવી અસંગતિઓ જોવામાં આવે છે. પણ જૂ ની ટેવો, રૂઢિઓ અને પરં પરાઓએ ફક્ત આપણી નીતિભાવનાને બહે રી બનાવી દીધી છે, એટલું જ નહીં, આપણી બૌદ્ધિક પ્રામાણિકતાને પણ જૂ ઠી બનાવી દીધી છે. ગાંધીજીની જીવનફિલસૂફીમાં માર્ક્સે સ્વીકાર્યા તેવા આર્થિક વર્ગોને કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ સ્વીકારે લા આર્થિક માનવને સ્થાન નથી. એ બંને કેવળ વસ્તુશૂન્ય વિકલ્પો છે. માણસની આર્થિક પ્રવૃત્તિને ભૌતિક વસ્તુઓના ઉત્પાદન સાથે, તેમના વિનિમય, વહેં ચણી અને ઉપભોગ સાથે સંબંધ છે. આ પ્રવૃત્તિઓ ફક્ત [ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


તેના અસ્તિત્વ માટે જ નહીં પણ તેના સુખ અને પ્રગતિ માટે પણ આવશ્યક છે. માણસ સમાજમાં વસે છે, અને આ બધી પ્રવૃત્તિઓને ફક્ત એકલી અટૂ લી વ્યક્તિ સાથે જ સંબંધ નથી, પણ તેઓ સામાજિક સંબંધો નિર્માણ કરે છે. ખરું જોતાં, આપણે જો વિચાર કરશું તો માલૂમ પડશે કે, બધી જ સંપત્તિ આખો સમાજ ઉત્પન્ન કરે છે. ગાંધીજી એવું માને છે. કોઈ એકલા અટૂ લા ટાપુ ઉપર વસતો રૉબિન્સન ક્રૂઝો, પછી તે મૂડીદાર હોય કે મજૂ ર હોય, સંપત્તિ પેદા કરી શકતો નથી. આથી, ગાંધીજી માનતા કે આખા સમાજ ે પેદા કરે લી સંપત્તિ એના ઉત્પાદનમાં જ ેનો જ ેનો ભાગ હોય તે સૌ વચ્ચે સરખે ભાગે વહેં ચાવી જોઈએ. જો આ વધુપડતો અવ્યવહારુ આદર્શ હોય તો સમાજ ે ઉત્પન્ન કરે લી સંપત્તિ ન્યાયપૂર્વક વહેં ચાવી જોઈએ. તેઓ કહે છે : “હિં દની બલકે આખા જગતની આર્થિક રચના એવી હોવી જોઈએ કે જ ેથી કોઈને પણ અન્નવસ્ત્રનો અભાવ વેઠવો ન પડે, એટલે કે, બધાને પોતાના નિભાવ પૂરતો ઉદ્યોગ મળી રહે . અને આવી સ્થિતિ આખા જગતને માટે આપણે ઇચ્છતા હોઈએ તો અન્નવસ્ત્રાદિ પેદા કરવાનાં સાધનો દરે ક માણસની પોતાની પાસે રહે વાં જોઈએ. તેમાંથી એકને ભોગે બીજાએ ધનસંપત્તિનો લોભ મુદ્દલ ન રાખવો જોઈએ. જ ેમ હવા અને પાણી ઉપર સૌનો સરખો હક છે અથવા હોવો જોઈએ તેમ જ અન્નવસ્ત્રનું હોવું જોઈએ. તેનો ઇજારો કોઈ એક દેશ, પ્રજા અથવા પેઢીની પાસે હોય એ ન્યાય નહીં, અન્યાય છે. આ સરળ સિદ્ધાંતનો અમલમાં અને ઘણી વેળા વિચારમાંયે સ્વીકાર નથી થતો તેથી આ અભાગી દેશમાં અને જગતમાંના બીજા ભાગોમાં પણ ભૂખનું દુઃખ જોવા મળે છે.” માનવની જરૂરિયાતોને અમુક હદમાં મર્યાદિત કરવાનો ગાંધીજીનો ખ્યાલ ઉપરના વિચારોમાંથી આવેલો છે. ગ્રીક તત્ત્વજ્ઞાનીઓ જ ેને સારું જીવન

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

ગાંધીજી એવું માને છે. કોઈ એકલા અટૂલા ટાપુ ઉપર વસતો રૉબિન્સન ક્રૂઝો, પછી તે મૂડીદાર હોય કે મજૂર હોય, સંપત્તિ પેદા કરી શકતો નથી. આથી, ગાંધીજી માનતા કે આખા સમાજે પેદા કરેલી સંપત્તિ એના ઉત્પાદનમાં જેનો જેનો ભાગ હોય તે સૌ વચ્ચે સરખે ભાગે વહેંચાવી જોઈએ

કહે તા તેને માટે અમુક ભૌતિક પદાર્થો આવશ્યક છે. તે ઉપરાંતના ભૌતિક પદાર્થોનો પરિગ્રહ વ્યક્તિના સ્વાતંત્ર્ય અને સુખમાં વૃદ્ધિ કરવાને બદલે તેને બંધનમાં નાખે છે અને ઘણી વાર તેના દુઃખનું કારણ થઈ પડે છે. આથી, માણસ પોતાની જરૂરિયાતો મર્યાદિત રાખે અને તેમને અમર્યાદપણે વધવા ન દે એ જરૂરનું છે. વધારે જરૂરિયાતો તો પ્રગતિનું લક્ષણ છે એ માન્યતાના સંબંધમાં ગાંધીજીએ એક સવાલ પૂછનારને કહ્યું હતું : “પુષ્કળ માલ હોવો જોઈએ એનો અર્થ જો તમે એવો કરો કે દરે ક માણસને પુષ્કળ અન્ન, દૂધ, દહીં અને વસ્ત્ર મળવાં જોઈએ, મનને સુસજ્જ ને સુશિક્ષિત બનાવવાને માટે પૂરતી સાધનસામગ્રી મળવી જોઈએ, તો મને સંતોષ થાય. પણ પચે એના કરતાં વધારે ખોરાક પેટમાં નાખવો ને વાપરી શકાય એના કરતાં વધારે ચીજો ઘરમાં ખડકવી એ મને ન ગમે. તાલીમ અને શિક્ષણ આપવાને જોઈતું સાધન મળી રહે વું જોઈએ તો તેટલાથી મને સંતોષ છે. પણ હં ુ પચાવી શકું તેથી વધુ આહાર મારા પેટમાં ઠાંસવાનું અથવા હં ુ ઉપયોગી રીતે વાપરી શકું એથી વધુ વસ્તુઓ મારા ઘરમાં ખડકવાનું મને નહીં ગમે.” 197


વિશ્વશાંતિની શક્યતાની ચર્ચા કરતાં ગાંધીજીએ કહ્યું હતું : “જ્યાં સુધી મોટાં રાષ્ટ્રો આત્મનાશ કરનારી હરીફાઈમાં માનવાનું અને પોતાની જરૂરિયાતો અને ભૌતિક સંપત્તિ વધાર્યે જવાનું બંધ ન કરે ત્યાં સુધી એ પણ શક્ય લાગતું નથી.” એક વાર તેમણે એમ કહ્યું હતું કે મારો પ્રયત્ન સ્વૈચ્છિક સાદાઈ, ગરીબાઈ અને ધીમી ગતિમાં સૌંદર્ય જોવાનો છે. … “જરૂરિયાતો વધારવાનો મને મોહ નથી. એ આપણા આંતરજીવનને જૂ ઠુ ં પાડી નાખે છે.” વળી તેઓ કહે છે : “અમુક પ્રમાણમાં ભૌતિક મેળ અને સુખસગવડ આવશ્યક છે, પણ અમુક હદ પછી તે મદદને બદલે બાધારૂપ બની જાય છે. તેથી, અમર્યાદ જરૂરિયાતો ઊભી કરવાનો અને તેમને સંતોષવાનો આદર્શ ભ્રાંતિ અને જાળરૂપ લાગે છે. માણસની શારીરિક જરૂરિયાતોને જ નહીં, તેની સંકુચિત વ્યક્તિ લેખેની બૌદ્ધિક જરૂરિયાતોને સુધ્ધાં સંતોષવાની પ્રવૃત્તિનો અમુક હદ પછી અંત આવવો જોઈએ, નહીં તો તે શારીરિક અને બૌદ્ધિક વિલાસમાં પરિણમે છે.” તેઓ આગળ જતાં કહે છે : “જ ેટલે અંશે આપણે ભૌતિક વસ્તુ પાછળ પડવાના આજના જમાનાના ગાંડપણને આપણું ધ્યેય બનાવ્યું છે, તેટલે અંશે પ્રગતિને માર્ગે આપણે પીછેહઠ કરી રહ્યા છીએ. તમે પરમેશ્વરની અને પૈસાની સેવા એકીસાથે ન કરી શકો એ કીમતીમાં કીમતી આર્થિક સત્ય છે. આપણે આપણી પસંદગી કરી જ લેવાની છે. …” “મેં આપણા ઘણા દેશબંધુઓને એમ કહે તા સાંભળ્યા છે કે તેઓ અમેરિકા જ ેટલી દોલત મેળવવાનો પ્રયત્ન અમેરિકાની યુક્તિઓ ગ્રહણ કર્યા વિના કરશે. મને લાગે છે કે કદી આવો પ્રયત્ન કરવામાં આવશે તો તે જરૂર નિષ્ફળ નીવડશે. એક જ ઘડીએ આપણે ડાહ્યા, શાંત અને ઉન્મત્ત ન થઈ શકીએ.” ગાંધીજી જ ેમ કૃ ત્રિમ રીતે જરૂરિયાતો વધારવાની વિરુદ્ધ હતા તેમ તેઓ હિં દુસ્તાનના અને દુનિયાના 198

“અમુક પ્રમાણમાં ભૌતિક મેળ અને સુખસગવડ આવશ્યક છે, પણ અમુક હદ પછી તે મદદને બદલે બાધારૂપ બની જાય છે. તેથી, અમર્યાદ જરૂરિયાતો ઊભી કરવાનો અને તેમને સંતોષવાનો આદર્શ ભ્રાંતિ અને જાળરૂપ લાગે છે. માણસની શારીરિક જરૂરિયાતોને જ નહીં, તેની સંકુચિત વ્યક્તિ લેખેની બૌદ્ધિક જરૂરિયાતોને સુધ્ધાં સંતોષવાની પ્રવૃત્તિનો અમુક હદ પછી અંત આવવો જોઈએ

બીજા ભાગોના લોકોની પીસી નાખતી ગરીબીના પણ વિરોધી હતા. એ કેવળ ભૌતિક રીતે જ હાનિકર્તા છે એટલું જ નહીં, એ નૈતિક રીતે પણ અધઃપતન લાવનાર છે. આ સંબંધમાં ગાંધીજી કહે છે : “કારમી ગરીબાઈમાંથી નૈતિક અધઃપાત સિવાય બીજુ ં કંઈ સંભવી શકે, એવું કોઈએ કદી પણ કહ્યું નથી. પ્રત્યેક માનવીને જીવવાનો, અને તેથી કરીને, પોતાના ઉદરપોષણ માટે અને જરૂર હોય ત્યાં પોતાનાં કપડાંલત્તાં અને રહે ઠાણ માટે રોજી મેળવવાનો હક છે. પણ આ અતિશય સીધાસાદા કાર્ય માટે આપણને અર્થશાસ્ત્રીઓની કે તેમના કાયદાઓની મદદની જરૂર નથી.” ગાંધીજી એમ પણ માનતા હતા કે : “સૃષ્ટિ આપણી જરૂરિયાતો પૂરી પાડવા જ ેટલું દરરોજ ઉત્પન્ન કરે છે, અને જો દરે ક જણ પોતાને જરૂર જોઈતું લે અને વધારે ન લે, તો આ દુનિયામાં ગરીબાઈ ન રહે અને આ દુનિયામાં કોઈ પણ માણસ ભૂખમરાથી ન મરે . આપણામાં આ અસમાનતા ચાલુ છે એનો અર્થ એ કે આપણે ચોરી કરીએ છીએ.” સામ્રાજ્યવાદી રાજ્યે ભારતના લોકો ઉપર લાદેલી ગરીબીનો વિરોધ કરવા ઉપરાંત ગાંધીજી [ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


પરદેશી કે દેશના મૂડીદારો દ્વારા થતા ગરીબોના શોષણની પણ વિરુદ્ધ હતા. એ તો ખૂબ જાણીતી વાત છે કે અમદાવાદમાં તેમણે મિલમાલિકોની વિરુદ્ધ મજૂ રોની હડતાળને ટેકો આપ્યો હતો. વળી તેમણે સરકાર, નીલવરો અને જમીનદારો મારફતે થતા ખેડૂતોના શોષણવિરુદ્ધ પણ ચંપારણમાં અને ગુજરાતમાં લડતો ઉપાડી હતી. તેઓ અહિં સામાં માનતા હતા. એટલે સ્વાભાવિક રીતે જ તેઓ મૂડીદારો અને જમીનદારોનો શારીરિક રીતે ફડચો કરી નાખવાની વિરુદ્ધ હતા. તેમ છતાં તેમના શોષણનો તો અંત આવવો જ જોઈએ. જો મૂડીદારો અને જમીનદારો ગરીબોના ટ્રસ્ટીઓ તરીકે વર્તે તો આ થઈ શકે, એમ તેઓ માનતા હતા. એમનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત બરાબર સમજવાની જરૂર છે. એ જીવનનાં બધાં ક્ષેત્રોને લાગુ પડે છે. માબાપો બાળકોના ટ્રસ્ટી તરીકે કામ કરે છે. સરકાર પ્રજાના ટ્રસ્ટી તરીકે કામ કરે છે, અથવા તેણે કરવું જોઈએ. લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિઓ તેમને ધારાગૃહોમાં ચૂંટી મોકલનારાઓના ટ્રસ્ટી છે. સરમુખત્યારશાહીમાં સુધ્ધાં, સરમુખત્યાર પોતે લોકોનો ટ્રસ્ટી છે એ આધારે જ પોતાની મનસ્વી સત્તાનું સમર્થન કરે છે. સામ્યવાદી પક્ષ પોતાને શ્રમજીવીઓનાં હિતોના સંરક્ષક માને છે. વધુમાં તે એમ માને છે કે પોતે તેમનું હિત તેમના કરતાં પણ વધુ સારી રીતે સમજ ે છે. આથી, તે તેમને તેમની મરજી વિરુદ્ધ સુખી કરવાનું માથે લે છે. તેઓ તો મૂડીવાદી દેશોમાંના ખેતરના અને કારખાનાંના કામદારોને પણ, પોતાનું ચાલે તો, એ રીતે સુખી કરીને આભારવશ કરવા ઇચ્છે છે. ટ્રસ્ટી શબ્દનો અર્થ એ છે કે એ માલિક નથી. માલિક તો એને જ ેના હિતનું રક્ષણ કરવાનું કહે વામાં આવ્યું છે, તે છે. અમદાવાદની કાપડ- મિલના મજૂ રો સાથે વાત કરતાં ગાંધીજીએ તેમને કહ્યું હતું કે, તમે જ મિલના સાચા માલિક છો. મૂડીદારોની દોલત કરતાં

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

માબાપો બાળકોના ટ્રસ્ટી તરીકે કામ કરે છે. સરકાર પ્રજાના ટ્રસ્ટી તરીકે કામ કરે છે, અથવા તેણે કરવું જોઈએ. લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિઓ તેમને ધારાગૃહોમાં ચૂંટી મોકલનારાઓના ટ્રસ્ટી છે. સરમુખત્યારશાહીમાં સુધ્ધાં, સરમુખત્યાર પોતે લોકોનો ટ્રસ્ટી છે એ આધારે જ પોતાની મનસ્વી સત્તાનું સમર્થન કરે છે

તમારી મજૂ રીની કિંમત વધારે છે. પણ ટ્રસ્ટી સાચા માલિકના હિતમાં ન વર્તે તો શું? નાગરિક જીવનમાં તો ટ્રસ્ટી પોતાના ટ્રસ્ટનો ભંગ કરે તો સગીરના હાથમાં એનો ઉપાય છે. તે અદાલતમાં જઈ શકે છે. અને જો એવું માલૂમ પડે કે ટ્રસ્ટી સાચા માલિકના હિતમાં વર્ત્યો નથી, તો અદાલત તેને રદ કરે છે અને બીજો ટ્રસ્ટી નીમે છે. ખેડૂતો અને મજૂ રોની બાબતમાં, જ્યાં સુધી સરકાર સામાન્ય લોકોના હિતમાં કામ કરે એવી ન હોય, ત્યાં સુધી આ કદાચ શક્ય ન બને. આથી ગાંધીજીએ મજૂ રોને અને ખેડૂતોને પોતાના હકના પ્રસ્થાપન માટે સત્યાગ્રહ કરવાની સલાહ આપી હતી. આર્થિક ક્ષેત્રને લગતા ગાંધીજીના આ કેટલાક મૂળભૂત વિચારો છે. એ વિચારોની સાથે સંગતિ જાળવીને તેમણે લોકોની ગરીબાઈ અને બેકારીના જોડિયા પ્રશ્નનો ઉકેલ લાવવા ઇચ્છ્યું હતું. દુન્યવી બાબતોમાં પડવા માટે જ ેઓ એમની ટીકા કરતા હતા તેમને એમણે એવો જવાબ આપ્યો હતો કે હં ુ ગરીબો આગળ ઈશ્વરને રોટલારૂપે રજૂ કરી શકું. [ગાંધીજી: જીવન અને વિચાર માંથી સંપાદીત]

199


અહિંસક જીવન-ધોરણ જ ે. સી. કુ મારપ્પા હાજતો પરથી મુકરર થતું ધોરણ

યંત્રોદ્યોગપ્રધાન દેશોના અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે જીવનનું ધોરણ જો ઊંચું કરવામાં આવે તો વધારે ઉત્પાદન કરવાની પ્રેરણા તીવ્ર બને છે અને તેથી પરિણામે કમાણી વધે છે. અમુક હદ સુધી આ વાત તદ્દન સાચી છે. જીવનનું ધોરણ ઊંચું કરવું એટલે લોકોની હાજતો વધારવી. જૂ ના જમાનાના માણસો કદાચ પોતાના હાથ વડે, કેળનાં પાન ઉપર જમ્યા હશે અને પછી તે પાન તેમણે બકરીને ખાવાને નાખી દીધાં હશે, એ બકરી તેમને દૂધ આપતી હશે. એ પછીની પેઢીને ટેબલ ઉપર બેસી કાંટા ચમચા વડે કાચની રકાબીમાંથી ખાતાં શીખવવામાં આવ્યું છે. એ લોકોને પીરસવા અને રકાબીઓ ધોવા માટે નોકરની પણ જરૂર ખરી. જતે દહાડે આપણે એવી પેઢી જોવા પામીએ છીએ જ ે માણસે ઊભી કરે લી આ સગવડ સામગ્રી વગર જમવાનો ખ્યાલ પણ કરી શકતી નથી. આને લીધે ટેબલ, ખુરશીઓ, કાંટા, ચમચા, રકાબીઓ અને નોકરો પણ જરૂરિયાતની વસ્તુઓની યાદીમાં આવી જાય છે, અને એ વસ્તુઓનાં કારખાનાંવાળાના માલ માટે કાયમી માંગ ઊભી થાય છે. એ નવી જીવનપદ્ધતિ જૂ ની પદ્ધતિઓ કરતાં લગારે વધુ ચોખ્ખી, સુખકર અને માનવપ્રગતિને પોષક છે કે કેમ એ પ્રશ્ન છે. આમ છતાં વેપારની દૃષ્ટિએ તો એ સારી ખરી. કારણ કે પછીની પેઢીઓ એ વસ્તુઓ વગર ચલાવી લેવા કરતાં એ વસ્તુઓ મેળવવા માટે વધુ મહે નત કરવાને તૈયાર થાય છે. હાજતના આ વધારાની સાથોસાથ તેઓ ભપકાદાર જીવનનું એવું એક ધોરણ ઊભું કરે છે જ ે લોકોને કેવળ અભિમાનને કારણે 200

જૂ ના રિવાજોને પાછા અપનાવતાં અચૂકપણે રોકે છે. આ રીતે કૃ ત્રિમ હાજતોને પરિણામે મનમાં થતી બળતરા માણસોને કામ કરવાને પ્રેરે છે. ઉદ્યોગપતિઓ આનો લાભ ઉઠાવીને ધન કમાઈ લે છે. તેઓ કારખાનાંમાં કામનો વેગ વધારનાર માણસો રોકે છે અને તેઓ મજૂ રો પાસે વધુમાં વધુ ઝડપે અને કુ શળતાપૂર્વક કામ લે છે. આથી મજૂ રોની આવક વધે છે એમાં તો કંઈ શંકા નથી, પણ મહામહે નતે મેળવેલી એ કમાણીનો તેઓ શો ઉપયોગ કરે છે? તેઓ કોઈ પણ જાતનો વિવેક વાપર્યા વગર ગમે ત્યાંથી ગમે તે વસ્તુ ખરીદે છે. તેઓ જ ે વસ્તુ ખરીદે છે તે તેમની કૃ ત્રિમ હાજતને સંતોષે એટલે થયુ.ં આને લીધે ભોગવિલાસ એ જ જીવનની સાર્થકતાનો સિદ્ધાંત થઈ પડે છે, માણસ વધુ ને વધુ મેળવવા માટે ઝૂઝતો રહે છે, તેની હાજતોની મર્યાદા ક્ષિતિજની પેઠ ે દૂરને દૂર સરતી જાય છે અને માણસ હં મશ ે ાં અસંતષ્ટ ુ રહે છે. ઘણી વાર તો બીજા ઉપર છાપ પાડવા માટે જરૂરની વસ્તુને ભોગે પણ મોજશોખની અને વિલાસની સામગ્રીને મહત્ત્વ આપવામાં આવે છે. જ ે લોકો જીવનધોરણ ઊંચું કરીને આવક વધારવાની યોજનાના ભોગ થઈ પડ્યા છે તેઓની સ્થિતિ પેલા વાર્તાના ગધેડા જ ેવી થઈ જાય છે. એ ગધેડાના માલિકે તેના જીન સાથે એક લાકડી બાંધી તેને છેડ ે તેના મોં આગળ એક ગાજર લટકાવ્યું હતુ.ં ગધેડો જ ેમ જ ેમ તે ગાજર મોંમાં લેવા માટે દોડે તેમ તેમ ગાડી આગળ ખેંચાતી જાય. આમ માલિકનું કામ થાય અને ગાજર કાયમ રહે . એ જ પ્રમાણે આ યોજના પ્રમાણે કારખાનાદારનો માલ તૈયાર થાય છે અને વેચાઈ જાય છે, પણ લોકોનું [ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


જીવન સમૃદ્ધ થતું નથી. એની કાર્યપદ્ધતિ ખૂબ પ્રબળ હોય છે. સુયોજિત જાહે રખબરો દ્વારા લોકોના મન ઉપર અસર પહોંચાડવામાં આવે છે અને તરુણોની કેળવણીની પદ્ધતિ ઉપર કાબૂ રાખવામાં આવે છે. આ માર્ગ હિં સાનો અને શોષણનો છે, અને યંત્રોદ્યોગપ્રધાન દેશોમાં એનો બહોળો પ્રયોગ થાય છે. ત્યાં તે યંત્રોમાં બનેલી વસ્તુઓની વ્યાપક અને વધતી જતી માંગ પેદા કરે છે.

મૂઠીભર માણસો પાસે શું છે, તે જોઈને નહીં, પણ લોકોનો મોટો ભાગ કેટલે અંશે પોતાની હાજતો, ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકે છે, તે પરથી રાષ્ટ્રની સંપત્તિનો ક્યાસ કાઢવો જોઈએ. આ દૃષ્ટિએ જોતાં, દેશમાં, કરોડપતિઓની સંખ્યામાં વધારો થાય એટલે દેશની સમૃદ્ધિમાં વધારો થયો એવું ફલિત થતું નથી

वहेंचणी મૂઠીભર માણસો પાસે શું છે, તે જોઈને નહીં, પણ લોકોનો મોટો ભાગ કેટલે અંશે પોતાની હાજતો, ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકે છે, તે પરથી રાષ્ટ્રની સંપત્તિનો ક્યાસ કાઢવો જોઈએ. આ દૃષ્ટિએ જોતાં, દેશમાં, કરોડપતિઓની સંખ્યામાં વધારો થાય એટલે દેશની સમૃદ્ધિમાં વધારો થયો એવું ફલિત થતું નથી. સંપત્તિની વહેં ચણી મર્યાદિત થાય તેને પરિણામે સંપત્તિનો એવો સંઘરો થવા પામ્યો હોય તો, બેશક, આ વાતનો અર્થ કદાચ એથી ઊલટો જ હોય એમ બને. રાષ્ટ્રની આર્થિક સ્થિતિનો વિચાર કરતી વખતે આપણે તેના નાગરિકોમાં ખરીદશક્તિની વહેં ચણી કેવી રીતે થયેલી છે તેના પર જ ધ્યાન આપવું જોઈએ. આપણે જો આ કસોટીએ જોઈએ તો જ ે સંપત્તિની વહેં ચણી કરે છે તે ઉદ્યોગો જ ે થોડા માણસોને ધનના ઢગલા કરવામાં મદદરૂપ થઈ પડતા હોય તે ઉદ્યોગોના કરતાં સારા ગણાય. આનો અર્થ એ થયો કે કાપડની મિલો એકકેન્દ્રી હોઈને ધનનો સંચય કરવામાં મદદરૂપ થઈ પડે છે, માટે લોકોના હિતોને હાનિકર્તા છે; અને ગૃહઉદ્યોગો સંપત્તિની વહેં ચણી કરી આપે છે, માટે આપણા જ ેવા, જ ે દેશમાં મજૂ રીની નહીં પણ મૂડીની ખોટ છે, તેમાં તેમનો જ સ્વીકાર કરવો એ વધારે સારું છે. આથી नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

આપણે આર્થિક સંગઠનની જ ે પદ્ધતિ સ્વીકારીએ તેમાં આ વસ્તુનો વિચાર રાખવો જોઈશે. ઉત્પાદનની એકકેન્દ્રી પદ્ધતિઓથી ધન અને સત્તા થોડા માણસોના હાથમાં એકઠાં થાય છે, અને તે પદ્ધતિઓમાં શરૂઆતમાં પુષ્કળ મૂડીની જરૂર પડે છે. આ છેલ્લી વસ્તુને કારણે એ સામાન્ય લોકોના ગજા બહારની વાત થઈ પડે છે, અને ઉદ્યોગ દ્વારા જ ધનની વહેં ચણી થવી જોઈએ એ આપણી શરતને પૂરી કરતી નથી. મૂડીવાદી પદ્ધતિઓ અને ઉદ્યોગોના કેન્દ્રીકરણનો પાયો, મૂડી મળી રહે શે એવી માન્યતા ઉપર રચાયેલો હોય   છ.ે

कार्य विभाग માણસ જ ે ધંધો કરતો હોય અને તેને અંગે રોજ ેરોજ તેને માથે જ ે કામો આવતાં હોય, તે એવાં હોવાં જોઈએ જ ેથી તેના વ્યક્તિત્વનો પૂરેપરૂ ો વિકાસ થાય. એકકેન્દ્રી પદ્ધતિઓ પ્રમાણે મુકરર ધોરણનો માલ પેદા કરવા માટે ઉત્પાદનની ક્રિયાઓના જ ે પેટા વિભાગો પાડી નાખવાની જરૂર પડે છે તેમાં મૌલિકતા કે પહે લ કરવાની વૃત્તિને કશો અવકાશ રહે તો નથી. એકકેન્દ્રી ઉદ્યોગોમાં મજૂ ર એક વિરાટ યંત્રનું કેવળ 201


એક ચક્ર બની જાય છે અને તે પોતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ તેમ જ કાર્ય કરવાની સ્વતંત્રતા ગુમાવે છે. આપણા દેશના લોકો અત્યંત ગરીબ છે. આપણે ત્યાં મજૂ રો પુષ્કળ છે, મૂડી નથી. આથી અહિં સક સમાજની રચના મૂડીના પાયા પર નહીં પણ રોજની આવકના પાયા પર થવી જોઈએ. આ બધા વિચારોને અંતે અમે ઉત્પાદનની એવી પદ્ધતિઓની હિમાયત કરવાને પ્રેરાઈએ છીએ, જ ેમાં મૂડીની થોડી અથવા નહીં જ ેવી જ જરૂર હોય, અને જ ેને માટેનો કાચો માલ તથા જ ેના તૈયાર માલ માટે સ્થાનિક બજાર સહે જ ે મળી રહે . આપણી ગમે તેટલી ઇચ્છા હોય તોપણ આપણે આ બાબતોમાં ફે ર પાડી શકવાના નથી, અને જ ે કોઈ યોજના આ બાબતોની અવગણના કરશે તે કદી સફળ થવાની નથી. આથી, આપણે તર્કની દૃષ્ટિએ એવી સ્થિતિએ પહોંચીએ છીએ, જ ેમાં લોકોના મુખ્ય ધંધાઓ તરીકે ગ્રામોદ્યોગને રાખવામાં આવ્યા હોય. આ અને ‘મોટા પાયા પરના ઉદ્યોગો’ની ચર્ચા કરતાં ગણાવેલાં બીજાં કારણોસર અમે ઉત્પાદનની એકકેન્દ્રી પદ્ધતિઓની આપણા લોકોને માટે ભલામણ કરી શકતા નથી.

खर्च ગૃહોદ્યોગની પદ્ધતિએ બનેલા માલની કિંમતનો ઘણો મોટો ભાગ મજૂ રી ચૂકવવામાં જાય છે. કાચા માલની કિંમત જુ ઓ તો બહુ ઓછી હોય છે, પણ મિલમાં બનેલી વસ્તુઓમાં ઓછામાં ઓછુ ં ખર્ચ મજૂ રનું હોય છે અને મોટા ભાગનું ખર્ચ વ્યવસ્થાનું, વેચાણનું અને કાચા માલનું હોય છે. પશ્ચિમના કારખાનદારોની અર્થવ્યવસ્થાનો પાયો માલની ઓછી કિંમત રાખવા પર છે, પણ ખેતીપ્રધાન પ્રજાની સમૃદ્ધિ માટે ઊંચી કિંમત રાખવા પર છે, પણ ખેતીપ્રધાન પ્રજાની સમૃદ્ધિ માટે ઊંચી કિંમત આવકારપાત્ર છે. ગૃહોદ્યોગની વસ્તુઓની કિંમત 202

માલ ખરીદ્યો ને તેના પૈસા ચૂકવ્યા એટલાથી કંઈ વેપારી સોદો પૂરો થઈ જતો નથી. જે માણસ માલ ખરીદે છે તે તે માલની સાથે સંકળાયેલું નીતિઅનીતિનું પોટલું પણ સાથે બાંધે છે. કોઈ ચોરીનો માલ ખરીદે છે તો તે ચોરીમાં ભાગીદાર થાય છે. સંપત્તિની માલકીની જવાબદારી અને ટ્રસ્ટીપણું તે આ.

મોંઘી હોય તેથી સંપત્તિની વહેં ચણીમાં મદદ થાય છે અને તેનો અર્થ એ થયો કે તે લોકોની સામાન્ય આબાદીમાં બહોળો ફાળો આપે છે.

प्रदर्शनो મૂડીવાદની બજારવ્યવસ્થામાં પ્રદર્શનો વેચાણ આકર્ષવાને એટલે કે માલ કે વસ્તુ તૈયાર થયા પછી તેની માંગ વધારવાને માટે યોજવામાં આવે છે. આ સાચું જોતાં કુ દરતી ક્રમને ઉલટાવી નાખવા બરાબર છે. ગાંધીજીની યોજનામાં પ્રદર્શનો પ્રૌઢશિક્ષણનું રૂપ લેશ,ે અને તેમાં કાચા માલમાંથી તૈયાર માલ બનતાં સુધીમાં થતી બધી ક્રિયાઓ લોકોની આગળ રજૂ કરવામાં આવશે. આવાં પ્રદર્શનોમાં એ પણ બતાવવું જોઈએ કે ક્રિયાઓમાં અને ઓજારોમાં કેવા કેવા સુધારા થયા છે અને થતા રહે છે. આવાં પ્રાસંગિક પ્રદર્શનોએ આખરે કાયમી સંગ્રહસ્થાનોનું સ્વરૂપ લેવું જોઈએ. મૂડીવાદી કારખાનદારો પોતપોતાના પ્રયોગો કરે છે, અને તેમનાં પરિણામોને બીજા ઉત્પાદકોથી છુ પાવી રાખે છે, પણ આપણે તો આપણી પાસે જ ે કંઈ જ્ઞાન હોય તે પ્રદર્શનો દ્વારા કારીગરોને પહોંચે એવા પ્રયત્નો કરવાના છે. [ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


પણ તે પરિસ્થિતિના દોષનો ભાગીદાર બને છે. આથી, ખરીદનારની દૃષ્ટિએ પણ આવાં પ્રદર્શનો ગોઠવાય એ જરૂરનું છે. પ્રદર્શનો જો યોગ્ય રીતે ગોઠવવામાં આવે તો તેમાંથી લોકોને શિક્ષણ મળે અને તેઓ ખરીદનારની અને વાપરનારની શી ફરજો છે તે સમજતા થાય. વળી, પોતાને પસંદ પડે એવી પરિસ્થિતિમાં તૈયાર થયેલી જોઈતી વસ્તુઓ મળવાનો સંભવ ક્યાં ક્યાં છે તે દર્શાવીને તેમને પોતાની ફરજ અદા કરવામાં આ પ્રદર્શનો મદદરૂપ થઈ શકે.

માલ ખરીદ્યો ને તેના પૈસા ચૂકવ્યા એટલાથી કંઈ વેપારી સોદો પૂરો થઈ જતો નથી. જ ે માણસ માલ ખરીદે છે તે તે માલની સાથે સંકળાયેલું નીતિઅનીતિનું પોટલું પણ સાથે બાંધે છે. કોઈ ચોરીનો માલ ખરીદે છે તો તે ચોરીમાં ભાગીદાર થાય છે. સંપત્તિની માલકીની જવાબદારી અને ટ્રસ્ટીપણું તે આ. આથી દરે કેદરે ક ખરીદનારની ફરજ છે કે પોતાને જોઈતી વસ્તુઓ કેવી પરિસ્થિતિમાં તૈયાર થાય છે તે જાણી લેવું. વાંધાભરી પરિસ્થિતિમાં તૈયાર થતી વસ્તુ તે ખરીદે તો તે

(ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ માંથી સંપાદીત, અનુ. નગીનદાસ પારે ખ)

દોલતની નસો

o

ગાંધીદૃષ્ટિ : મો. ક. ગાંધી

આમ અમુક પ્રજામાં પૈસાનું ચક્કર તે બદનમાં સરખો હિસ્સો ગણાય. એટલે તેઓને જ ે શાસ્ત્ર લોહીના ફરવાની માફક છે. લોહી ઝપાટાથી ફરે છે તે યા તો તંદુરસ્તી અને કસરતની નિશાની હોય અથવા તો શરમ ઊપજવાની કે તાવની નિશાની હોય. શરીરની ઉપર એક જાતની લાલી તે તંદુરસ્તી બતાવે છે. બીજી લાલી તે ઘાસણીના રોગનું ચિહ્ન હોય. વળી એક જગ્યાએ લોહીનો ભરાવો થાય તો શરીરને નુકસાન થાય છે, તેમ એક જગ્યાએ પૈસાનો ભરાવો થાય તે પ્રજાની નુકસાનીનું કારણ થઈ પડે છે. ધારો કે બે ખલાસી વહાણ ભાંગવાથી એક વેરાન કિનારા પર આવી પડ્યા છે. ત્યાં તેઓને પોતાની મહે નતે ખોરાક વગેરે નિપજાવવો પડે છે. જો તેઓ બંને તંદુરસ્ત રહી સાથે કામ કરે તો સારું ઘર બાંધે, ખેતર ખેડ ે ને ભવિષ્યમાં કંઈક બચાવે. આને આપણે ખરી દોલત કહી શકીએ. અને જો બંને સારી રીતે કામ કરે તો બંનેનો તેમાં

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

લાગું પડ્યું તે એ જ કે તેઓની મહે નતનાં ફળ તેઓને વહેં ચી લેવાનો હક થયો. હવે ધારો કે થોડી મુદત પછી તેમાંથી એક જણને અસંતોષ થયો. તેથી તેઓએ જમીનના ભાગ પાડ્યા ને દરે ક જણ પોતાને હિસાબે ને પોતાની મેળે કામ કરવા લાગ્યો. વળી ધારો કે અણીને વખતે એક જણ માંદો પડ્યો. એમ થવાથી તે બીજાને પોતાની મદદે બોલાવશે. ત્યારે બીજો કહી શકશે, ‘હં ુ એટલું કામ તમારે સારુ કરવા તૈયાર છુ ,ં પણ એવી શરતે કે જ્યારે કામ પડે ત્યારે તમારે મારે સારુ તેટલું જ કરવું. તમારે મને લખી આપવું પડશે કે જ ેટલા કલાક હં ુ કામ કરું તેટલા કલાક તમારે મારી જમીન ઉપર ખપ પડ્યે કામ કરવું.’ વળી ધારો કે માંદાની માંદગી લાંબી ચાલી ને દરે ક વેળાએ પેલા સાજા માણસને ઉપર પ્રમાણે લખત આપવું પડ્યું. ત્યારે માંદો સાજો થાય તે વેળા દરે ક જણની શી સ્થિતિ 203


થઈ? બંને જણ ગરીબ થયા ગણાય. કેમ કે માંદો માણસ ખાટલે રહ્યો તે દરમિયાન તેના કામનો લાભ ન મળ્યો. પેલો ભાઈબંધ ખૂબ વધારે કામ કરનારો છે એમ પણ માની લઈએ. છતાં તેણે જ ેટલો વખત માંદાની જમીનને આપ્યો તેટલો પોતાની જમીનમાંથી ગયો એ તો ચોક્કસ વાત કરી. એટલે બંને જણાની જ ે મિલકત હોવી જોઈએ તેમાં ઘટાડો થયો. એટલું જ નહીં પણ દરે ક જણ વચ્ચેનો સંબંધ બદલાયો. માંદો માણસ પેલાનો કરજદાર થયો ને પોતાની મજૂ રી આપીને જ પોતાનું અનાજ લઈ શકે. હવે ધારો કે સાજા માણસે પોતાને મળેલા દસ્તાવેજનો ઉપયોગ કરવા ધાર્યું. જો તેમ કરે તો તે પોતે તદ્દન આરામ લઈ શકે—આળસુ થઈ શકે; તેની મરજી પડે તો સાજા થયેલા માણસની પાસેથી બીજાં લખત લે. એમાં કંઈ ગેરકાયદેસર થયું એમ કોઈ નહીં કહી શકે. હવે જો કોઈ પરદેશી ચડી આવે તો તે જોશે કે એક માણસ દોલતવાન થયો છે ને બીજો માંદો પડ્યો છે. તે વળી જોશે કે એક તો એશઆરામ કરતો આળસમાં પડ્યો રહે છે ને બીજો મજૂ રી કરતો છતો તંગી ભોગવે છે. આમાંથી વાંચનાર જોઈ શકશે કે બીજાની મજૂ રી મેળવવાના હકનું પરિણામ એ આવે છે કે ખરી દોલતનો ઘટાડો થયો છે. હવે બીજો દાખલો લઈએ. ત્રણ જણે એક રાજ્ય સ્થાપ્યું ને ત્રણે જણ નોખા રહે વા લાગ્યા. દરે કે જુ દો જુ દો પાક ઉતાર્યો કે જ ેનો ઉપયોગ બધા કરી શકે. વળી ધારો કે તેમાંથી એક માણસે બધાના વખતનો બચાવ કરવા સારુ પોતે ખેતી છોડીને એકનો માલ બીજાને પહોંચાડવાનું માથે લીધું ને બદલામાં અનાજ લેવાનું ઠરાવ્યું. જો આ માણસ નિયમસર માલ લાવે-લઈ જાય તો બધાને લાભ થાય. હવે ધારો કે આ માણસ માલની આપલે 204

અમુક માણસના હાથમાં અમુક પૈસા તે ખંત, હોશિયારી ને આબાદાનીની નિશાની હોય; અથવા તો નાશકારક મોજમજા, અતિ જુલમ અને દગાની નિશાની હોય. અને આમ હિસાબ કરવો તે માત્ર નીતિ બતાવે છે એટલું જ નહીં, પણ અંકગણિતથી ગણાય તેવો પૈસો બતાવે છે. એક દોલત એવી કે જે પેદા થતાં બીજી દસગણી થઈ હોય. બીજી એવી કે એક માણસના હાથમાં આવતાં દસગણીનો નાશ થયો હોય

કરવામાં ચોરી કરે છે. પછી તંગીનો વખત આવે છે તે વેળા તે દલાલ પોતે ચોરે લો દાણો બહુ આકરે ભાવે આપે છે. આમ કરતાં છેવટે તે માણસ બેઉ ખેડૂતને ભિખારી કરી મૂકી શકે છે ને છેવટે તેઓને પોતાના મજૂ ર બનાવે. ઉપરનો દાખલો ચોખ્ખો અન્યાય બતાવે છે. છતાં આમ જ હાલના વેપારીઓનો મામલો ચાલે છે. વળી આપણે એમ પણ જોઈ શકીશું કે આમ ચોરીનો બનાવ બન્યા પછી ત્રણે જણની મિલકત એકઠી કરીશું તો પેલો માણસ પ્રામાણિક હોત ને થાત તેના કરતાં ઓછી થશે. પેલા બે ખેડૂતોનું કામ ઓછુ ં થયું. તેઓને જોઈતી ચીજો નહીં મળવાથી તેમની મહે નતનું સંપૂર્ણ ફળ તેઓ નહીં લાવી શક્યા. અને પેલા ચોર દલાલના હાથમાં જ ે ચોરીનો માલ આવ્યો તેનો પૂરો ને સરસ ઉપયોગ નહીં થયો. એટલે આપણે ગણિતના જ ેવો હિસાબ કરી શકીએ છીએ કે, અમુક પ્રજાની દોલત તપાસતાં તે દોલત કેમ મળી છે તેના ઉપર, તે પ્રજાને પૈસાદાર ગણવી કે નહીં, તેનો આધાર રહ્યો છે. પ્રજાની પાસે આટલા પૈસા છે તેથી તે તેટલી [ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


નહીં તે તો કહી શકો છો; અને વાજબી ન્યાયની જ દરકાર રાખવાની જરૂર છે. તમારા કામથી કોઈને દુ:ખ ન થાય એટલું જ જાણવું ને તે પ્રમાણે કરવું, એ તમારી ફરજ છે. આપણે જોઈ ગયા કે પૈસાની કિંમત માણસોની મજૂ રી તે વડે મેળવવા ઉપર છે. જો મજૂ રી મફત મળી શકે તો પૈસાની ગરજ રહે તી નથી. પણ માણસોની મજૂ રી વગર પૈસે મળી શકે તેવા દાખલા જોવામાં આવે છે અને પૈસાબળ કરતાં બીજુ ં નીતિબળ વિશેષ કામ કરે છે એવા દાખલા આપણે જોઈ ગયા. પૈસા જ્યાં કામ નથી કરી શકતા ત્યાં સદ્ગુણ કામ કરે છે એમ પણ આપણે જોયું. ઇંગ્લૅંડમાં ઘણી જગ્યાએ પૈસાથી માણસોને ભોળવી શકાતા નથી. વળી જો આપણે કબૂલ કર્યું કે માણસોની પાસેથી કામ લેવાની શકિત તે દોલત છે, તો આપણે એમ પણ જોઈ શકીએ કે તે માણસો જ ેટલે દરજ્જે હોશિયાર અને નીતિવાન હોય તેટલે દરજ્જે દોલતનું માપ વધ્યું. એમ વિચારતાં આપણે જોઈશું કે ખરી દોલત તે સોનુંરૂપું નથી પણ માણસો પોતે છે. દોલતની ખોળ ધરતીનાં આંતરડાંમાં નથી કરવાની, પણ માણસના દિલમાં કરવાની છે. અને એ વાત ખરી હોય તો અર્થશાસ્ત્રનો ખરો નિયમ તો એ થયો કે જ ેમ બને તેમ માણસોને તનમાં, મનમાં ને માનમાં આરોગ્યમાં રાખવા. એવો અવસર પણ આવે કે જ્યારે ઇંગ્લૅંડ ગોવળકોંડાના હીરાથી ગુલામોને શણગારી પોતાની દોલતનો દેખાવ કરવાને બદલે, ખરા ગ્રીસના નામાંકિત માણસે કહે લું તેની માફક, પોતાના નીતિમાન મહાપુરુષોને બતાવી શકે કે, ‘આ મારી દોલત છે.’

પૈસાદાર છે એમ નહીં કહી શકાય. અમુક માણસના હાથમાં અમુક પૈસા તે ખંત, હોશિયારી ને આબાદાનીની નિશાની હોય; અથવા તો નાશકારક મોજમજા, અતિ જુ લમ અને દગાની નિશાની હોય. અને આમ હિસાબ કરવો તે માત્ર નીતિ બતાવે છે એટલું જ નહીં, પણ અંકગણિતથી ગણાય તેવો પૈસો બતાવે છે. એક દોલત એવી કે જ ે પેદા થતાં બીજી દસગણી થઈ હોય. બીજી એવી કે એક માણસના હાથમાં આવતાં દસગણીનો નાશ થયો હોય. એટલે નીતિ-અનીતિનો વિચાર કર્યા વિના દોલત એકઠી કરવાના ધારા ઘડવા એ તો માત્ર માણસની મગરૂરી બતાવનારી વાર્તા થઈ.... ‘સસ્તામાં સસ્તું ખરીદી મોંઘામાં મોંઘું વેચવું’ એવો જ ે નિયમ છે તેના જ ેવું બીજુ ં કશું માણસને નામોશી લગાડનારું નથી. ‘સસ્તામાં સસ્તું લેવું’ એ તો સમજ્યા. પણ ભાવ કેમ ઘટ્યા? આગ લાગ્યા પછી ભારોટિયાં બળીને થયેલા કોલસા સોંઘા હોઈ શકે છે. ધરતીકંપ થયા પછી પડી ગયેલા ઘરની ઈંટો સોંઘી હોઈ શકે છે. પણ તેથી આગ અને ધરતીકંપ એ પ્રજાના લાભને સારુ થયા એમ કહે વાની કોઈની હિં મત નહીં ચાલે. વળી ‘મોંઘામાં મોંઘું વેચવું’ એ સમજ્યા. પણ મોંઘવારી કેમ આવી? રોટીનું દામ તમને આજ ે સારું મળ્યું. પણ તમે શું તે દામ મરતા માણસની છેલ્લી કોડી લઈને લીધું? અથવા તો અમે તે રોટી કોઈ શાહુકારને આપી કે જ ે કાલે તમારું બધું પડાવી લેશે? કે શું તમે તે કોઈ સિપાઈને આપી કે જ ે સિપાઈ તમારી બૅન્ક લૂંટવા જનારો છે? આમાંના એકે સવાલનો જવાબ તમે વખતે ન આપી શકો એવું બની શકે છે, કેમ કે તમે જાણતા નથી. પણ તમે વાજબી દામે નીતિસર વેચી કે

[સર્વોદય માંથી]

o

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

205


ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજીઃ ભાગ-૪ વિજયારાજે સિંધિયાની ‘પ્રિન્સેસ’ નામક આત્મકથા

ડૉ. રં જના હરીશ

'ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી' નામની લેખમાળાના ત્રણ લેખ અગાઉ नवजीवनનો અક્ષરદેહ [જાન્યુઆરીથી માર્ચ, ૨૦૧૯]માં પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ અંકથી ફરી આ લેખમાળાના ભાગ મૂકીએ છીએ.

ઉપરોક્ત

લેખશ્રેણીના ચોથા મણકારૂપે આપણે ૧૯૨૧થી ૧૯૯૧ દરમિયાન ભારતીય સ્ત્રીઓએ મૂળ અંગ્રેજીમાં લખેલ કુ લ ૨૩ આત્મકથાઓમાંથી રાજકુ મારી લેખા દિવ્યેશ્વરી ઉર્ફે ગ્વાલિયરનાં મહારાણી વિજયારાજ ે સિંધિયાની વર્ષ ૧૯૮૫માં પ્રકાશિત આત્મકથા ‘પ્રિન્સેસ : ધ ઑટોબાયોગ્રાફી’ વિશે વાત કરશું. કુ લ ૨૩ ભારતીય સ્ત્રીઓની અંગ્રેજીમાં લખાયેલ આત્મકથાઓમાંથી ચાર આત્મકથાઓ મહારાણીઓની કલમે લખાઈ છે. નોંધપાત્ર બાબત એ પણ છે કે ભારતીય સ્ત્રી દ્વારા અંગ્રેજીમાં લખનાર પ્રથમ આત્મકથા કુ ચબિહારનાં રાજમાતા તથા જયપુરનાં મહારાણી ગાયત્રીદેવીનાં દાદી એવાં સુનીતિદેવીએ ૧૯૨૧માં લંડનથી પ્રકાશિત કરે લી. આ ચાર મહારાણીઓની આત્મકથાઓમાંની ત્રણમાં સ્વતંત્રતા આંદોલન કે ગાંધીજીની કોઈ જ વાત ચર્ચાઈ નથી. અલબત્ત સ્વતંત્રતા બાદ થયેલ રજવાડાંઓનું વિલીનીકરણ અને તેના લીધે રાજ ઘરાણાઓએ અનુભવેલી અસુરક્ષાની વાત આ બધી જ આત્મકથાઓમાં લંબાણપૂર્વક ચર્ચાઈ છે. આત્મકથા લખનાર આ ચાર રાજવી સ્ત્રીઓમાંની એક જ પોતાની આત્મકથામાં સ્વતંત્રતા આંદોલન, અસહકાર ચળવળ તથા ગાંધીજીની વાત કરે છે. તે એક મહારાણી એટલે 206

મૂળ નેપાળના રાણા પરિવારની સાગર નગરમાં જન્મેલી દોહિત્રી લેખા દિવ્યેશ્વરી. નેપાળ રાજઘરાણાંના ચારમાંના એક વારસદાર એવા ખડગ શમશેરજંગ બહાદુર રાણા નેપાળ રાજવી પરિવારના રક્તરં જિત ઇતિહાસનું એક પૃષ્ઠ હતા. આ એક એવો ઇતિહાસ હતો જ ેમાં દર પેઢીમાં ગાદી પર આસીત થનારા અન્ય વારસદારોને મારીને ગાદી મેળવી હતી. ખડગ શમશેરજંગ બહાદુર રાણા લોહીના તરસ્યા પોતાના ભાઈઓની સિંહાસન લોલુપતાથી બચીને પોતાના પરિવાર સાથે વતન છોડીને રાતોરાત ભારતના સાગર નામક નગરમાં આવીને વસ્યા હતા. રાણા કુ ટુબ ં ના ભારતમાં સ્થાયી થયા બાદ તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. જ ેને પરિવારે આધુનિક રીતે જીવવાની છૂટ આપી હતી. રાજવી રીતભાત ત્યજીને આ દીકરી અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં ભણેલી અને મેટ્રિક બાદ લખનૌની ઇઝાબેલા થબર્ન વિમેન્સ કૉલેજમાં ભણવા ગયેલી. કૉલેજના એ વર્ષો દરમિયાન મહે ન્દ્રસિંહ નામના યુવા ડેપ્યુટી કલેક્ટર સાથે તેને પ્રેમ થયો. રાજવી પરિવારના અણગમા છતાં તેમણે પોતાની દીકરીને બ્રિટિશરોની નોકરી કરતા યુવક મહે ન્દ્રસિંહ સાથે પરણાવી આપેલી. એ લગ્નનું એકમાત્ર સંતાન એટલે કુંવરી લેખા દિવ્યેશ્વરી. જ ેના જન્મ દરમિયાન [ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


જ તેની માતા મૃત્યુ પામી હતી. જ ેને કારણે કુંવરી લેખાનો ઉછેર તેના સાગર ખાતેના મોસાળમાં થયેલો. માતાની જ ેમ લેખા દિવ્યેશ્વરી પણ શિક્ષણમાં ઊંડો રસ ધરાવતી હતી. મેટ્રિક સુધી સાગરમાં શિક્ષણ મેળવ્યા બાદ તેને આગળ અભ્યાસ માટે બહારગામ મોકલવી પડે તેમ હતી; પરં તુ મોસાળનું રાણા પરિવાર કુંવરીને શહે ર જવા દેવા તૈયાર નહોતું. તેમને દહે શત હતી કે શહે રમાં ભણવા ગયેલી લેખા પોતાની માના પગલે ચાલી શકે, જ ે લેખા માટે હિતાવહ ન હતું. તેવામાં મોસાળની સદંતર નારાજગી વચ્ચે લેખાના પિતા મહે ન્દ્રસિંહ સાગર આવીને લેખાને મુરતિયો બતાવવાના બહાને પોતાના ઘરે ઝાંસી લઈ ગયા. પરં તુ ઝાંસી જવું તો એક બહાનું હતું. તેઓએ લેખાને બનારસ લઈ જઈને ત્યાંની બેસન્ટ વિમેન્સ કૉલેજ તથા હૉસ્ટેલમાં પ્રવેશ અપાવી દીધો! અને ત્યાર બાદ લેખાના મોસાળિયાઓને સાચી વાતની જાણ કરી. આમ યુવતી લેખા દિવ્યેશ્વરીને નેપાળના રાજ ઘરાણાંના પરં પરાવાદી માહોલમાંથી બનારસના સ્વતંત્ર માહોલમાં આવીને વસવાનો મોકો મળ્યો. કૉલેજનાં એ વર્ષો દરમિયાન સ્વતંત્રતા આંદોલન પુરજોશમાં હતું. અસહકાર ચળવળ તથા સ્વદેશીના જુ વાળમાં તે વખતના જુ વાનિયાઓ ઉત્સાહપૂર્વક કૂ દી પડ્યા હતા. લેખા દિવ્યેશ્વરી પણ આ આંદોલનમાં જોડાયાં. રાજ ઘરાણાંને શોભે તેવાં રે શમી વસ્ત્રો અને આભૂષણોને બદલે ગાંધીજીના સ્વદેશી આંદોલનના પ્રભાવમાં તેમણે આજીવન ખાદી પહે રવાનું તથા શાકાહારી ભોજન જમવાનું પ્રણ લીધું. સાગરના ઘરમાં રં ગબેરંગી રે શમી કપડાંમાં શોભતી કુંવરી લેખા દિવ્યેશ્વરી પોતાનાં કૉલેજકાળમાં ફક્ત ખાદીની સફે દ સાડી પહે રતી થઈ ગઈ! ઘરે ણાં ત્યજી દીધાં! नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

વર્ષ ૧૯૪૧માં કુંવરી લેખા દિવ્યેશ્વરીનાં લગ્ન ગ્વાલિયરના મહારાજા જીયાજીરાવ સિંધિયા સાથે ખૂબ ઠાઠમાઠપૂર્વક થયાં. અને લગ્ન સાથે તેમનું નવું જીવન પ્રારં ભાયું. કુંવરી લેખા દિવ્યેશ્વરી મટીને તેઓ મહારાણી વિજયારાજ ે સિંધિયા બન્યાં. લગ્ન પૂર્વે ભાવિ પતિને તેમણે પોતે આજીવન ખાદી પહે રવાના તથા શાકાહારી રહે વાના વ્રતની વાત કરી દીધી હતી. અને સામા પક્ષે તેમની તે વાતને સહર્ષ સ્વીકારી લીધી હતી. લગ્ન પછી મહારાજા જીયાજીરાવ સિંધિયા તેમને લઈને ગ્વાલિયર ઘરાણાંના મુંબઈ ખાતેના આવાસે ગયેલા. ત્યાં તેમણે પોતાની ભાવિ પત્ની માટે વિવિધ સ્થળોએથી મંગાવેલી સુંદરમાં સુંદર સાડીઓનું કલેક્શન તેમને બતાવેલું. ખાદીધારી પત્ની એ બધું નિર્વિકારભાવે જોઈ રહે લી. રાજાજી બબડેલા, ‘આ બધી રે શમી અને જોર્જટની સુંદર મજાની સાડીઓ હવે શા કામની? તમારે તો ખાદીનો ભેખ જ ખપે છે!’ એક દિવસ બપોરના આરામ બાદ રાજાસાહે બે પત્નીને રાજવીભવનના દિવાનખાનામાં આવવા આગ્રહ કર્યો. કેમ કે ત્યાં મુંબઈના જાણીતા વેપારીઓ પોતપોતાને ત્યાંથી ખાદીની સાડીઓ લઈને હાજર કરાયા હતા. મહારાણી વિજયારાજ ે સિંધિયાએ જ્યારે દિવાનખાનામાં પગ મૂક્યો ત્યારે તેઓ દંગ રહી ગયાં. કેટકેટલી ખાદીની સાડીઓ ત્યાં પ્રદર્શનરૂપે લટકાવવામાં આવી હતી! પણ એ બધી જ સાડીઓ ધોળી અને બરછટ હતી. ક્યાં રાજાસાહે બે શયનખંડમાં બતાવેલી વિવિધ, સુંદર, મુલાયમ સાડીઓનું કલેક્શન અને ક્યાં આ બધી એકસરખી ભાસતી ખાદીની જાડી, ધોળી સાડીઓ! નવોઢા પોતાના પતિએ ભાવિ પત્ની માટે ભેગી કરે લ સાડીઓના સુંદર કલેક્શન પર વારી ગઈ. તે પતિની ઇચ્છા પામી ગઈ. તે સમજી ગઈ કે રાજાસાહે બ પોતાની પત્નીની ઇચ્છાને ઉપરવટ જઈ 207


તેમણે તેમનાં બંને વ્રત ત્યજ્યાં હતાં. જ ેનું એક પ્રતિકાત્મક આકલન કરી શકાય. આ ફક્ત બે નાનાશાં વ્રતો ત્યજવાની વાત ન હતી, આ વાત હતી સમૂળગી જીવનપદ્ધતિ, સમૂળગા ગાંધીવિચારને પોતાના જીવનમાંથી તિલાંજલિ આપવાની. સ્વતંત્રતા બાદ રજવાડાંના વિલીનીકરણની પીડાનો દસ્તાવેજ એટલે રાજમાતા વિજયારાજ ે સિંધિયા તથા મહારાણી ગાયત્રીદેવીની આત્મકથાઓ. આ બંને મહારાણીઓ સ્વતંત્ર ભારતમાં ચૂંટણી લડી અને ખૂબ મોટી બહુમતીથી જીતી પણ ખરી. પણ એ બધું સત્તા ગુમાવ્યાના દુઃખને સરભર કરવાના પ્રયત્નોસમું હતું. રાજમાતા સિંધિયાએ ઉત્તરાવસ્થામાં પુનઃ ખાદીના પરિધાનને અપનાવ્યું. પરં તુ આ વખતના તેમના ખાદીના સ્વીકારમાં તથા લગ્ન પૂર્વે એક મુક્ત આદર્શવાદી યુવતી લેખા દિવ્યેશ્વરીની ખાદીની પસંદગીમાં જમીન-આસમાનનો ફરક હતો. હવે રાજમાતાના ખાદીના પરિધાનમાં ગાંધીજી પ્રત્યેની શ્રદ્ધા અને ઉમળકો ન હતો. ખાદી હવે રાજમાતા માટે માત્ર પાવર ડ્રેસીંગનું પ્રતીક હતી. ખાદીના તાણાવાણામાં ધબકતો ગાંધીવિચાર તેમણે અપનાવેલ ખાદીમાંથી ગાયબ હતો. તા.ક. : રાજમાતા વિજયારાજ ે સિંધિયાની યુવાનીનાં વર્ષોની ગાંધીયન રહે ણીકરણી તથા આચારવિચાર તેમને અન્ય બધી મહારાણીઓથી નોખા સાબિત કરે છે. બાપુ પ્રત્યેના લેખા દિવ્યેશ્વરીના આદરનું પલ્લું મહારાણી વિજયારાજ ેની પતિ પ્રત્યેની કર્તવ્યપરાયણતાથી નીચું ક્યાંથી હોય? સમજી શકાય તેવી વાત છે. આનું નામ તે સ્ત્રી જીવન.

તેને રે શમ પહે રવા મજબૂર કરવા માગતા નહોતા. પરં તુ અંદરખાને પોતાની પત્ની મહારાણીને શોભે તેવાં સુંદર વસ્ત્રો તથા આભૂષણો પહે રે તેવી ઇચ્છા ધરાવતા હતા. પતિની ઇચ્છાને માન આપીને નવોઢાએ દિવાનખાનામાં બેઠલ ે ા વેપારીઓને એક પણ સાડી ખરીદ્યા વગર નમ્રતાપૂર્વક વિદાય કર્યા. અને ત્યાર બાદ શયનખંડમાં જઈને સારામાં સારી સુંદર રે શમી સાડી પહે રી તે પોતાના પતિ સામે આવી ઊભાં. પોતાના જીવનનો આ પ્રસંગ વિજયારાજ ે સિંધિયા રસપ્રદ રીતે આલેખે છે. શાકાહારી ભોજનના પણ ખાદીની સાડીઓ જ ેવા જ હાલ થયા. રાજવી માહોલમાં સોનાની મોટી થાળી અને અગણિત વાડકીમાં પીરસાયેલ માંસાહારી ભોજન જમતા રાજ પરિવાર વચ્ચે નવોઢા ક્યાં સુધી સીધું સાદું શાકાહારી ભોજન જમી શકત! તેણે માંસાહાર અપનાવી લીધો. અને આમ ગાંધી વિચારના રં ગે રં ગાયેલ એક કૉલેજિયન યુવતીએ રાજ પરિવારમાં પરણીને ગાંધીવિચારને તિલાંજલિ આપી દીધી. સુગ્રથિત સ્વતંત્ર ભારતની કલ્પના સાથે નાના નાના ટુકડાઓમાં વહેં ચાયેલ રજવાડાંઓની હસ્તીનો કોઈ તાલમેલ ન હતો. એ વાત મહારાણી વિજયારાજ ે રજવાડાંના વિલીનીકરણ પહે લાં જ બરાબર સમજી ગયાં હતાં. આવનાર સમયમાં પોતાની યુવાવસ્થામાં જોયેલ સ્વતંત્ર ભારતનું સ્વપ્ન સાકાર થતાંની સાથે રજવાડાંનો હ્રાસ નક્કી હતો. અને શાહી ઠાઠમાઠ તથા શાસનના ભોગે ગાંધીવાદ તેમને ખપે તેમ ન હતો. યુવાનીની એ આદર્શવાદી સ્વપ્નશીલ કૉલેજિયન છોકરીએ ભલે ખાદી અને શાકાહારી ભોજનના પ્રણ લીધા હોય પરં તુ તે પ્રણ ત્યજીને હવે મહારાણી સિંધિયા મનોમન રજવાડાં ટકી રહે તેવી પ્રાર્થના કરી રહ્યાં હતાં કે જ ેથી તેમના પતિની હકૂ મત યથાવત રહે .

(Email: ranjanaharish@gmail.com પ્રગટ : અંતરમનની આરસી નામક સાપ્તાહિક કટાર, નવગુજરાત સમય, ૦૮ ડિસેમ્બર, ૨૦૧૮) (ક્રમશઃ)

o

208

[ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


મારાં પ્રવાસનાં સાહસો હે લન કેલર | અનુ. વિઠ્ઠલદાસ કોઠારી “દૃષ્ટિ છતાં જોઈ ન શકવું તે દૃષ્ટિહીનતા કરતાં પણ વધુ દુર્ભાગ્યપૂર્ણ છે.” — હે લન કેલર પ્રેરણાના પર્યાય તરીકે હે લન કેલરનું નામ જગતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. સામાન્ય સંજોગોમાં જ ે શિખરની ઊંચાઈ પડકાર લાગી શકે, તેવી ઊંચાઈને આંબવાનું હે લન કેલરે શારીરિક મર્યાદા સાથે સ્વીકાર્યું અને તેને સર પણ કરી. હે લન કેલરના જીવનનું પાસું માત્ર તેની શારીરિક મર્યાદાને વળોટી જવા સુધી સીમિત નથી; બલકે પાછલા જીવનમાં તેઓ જાહે ર જીવનમાં પ્રવેશ્યાં અને લોકહિતનાં અનેક કાર્યો કરતાં રહ્યાં. ‘સોશિયાલિસ્ટ પાર્ટી ઑફ અમેરિકા’ અને ‘ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ અૉફ ધ વર્લ્ડ’નાં તેઓ સભ્ય બન્યાં. મજદૂરોના અધિકાર અને મહિલાઓના મતાધિકાર માટે તેઓ મુખરપણે બોલતાં રહ્યાં. અમેરિકામાં લશ્કરશાહીનો તેમણે જોરશોરથી વિરોધ કર્યો. આ ઉપરાંત, તેમના નામે સારું એવું સાહિત્ય પણ બોલે છે. તેઓ ગાંધીજીના વિચારો પ્રત્યે ચાહના ધરાવતાં હતાં. ૧૯૫૧માં જ્યારે ગાંધીજીના પુત્ર મણિલાલ ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રં ગભેદની નીતિ સામે ઉપવાસ આદર્યાં ત્યારે હે લન કેલરે તેમને સંદેશો પાઠવ્યો હતો, જ ેમાં લખ્યું હતું કે, “આપને મારી ભલી લાગણી પાઠવું છુ .ં આપના પિતાના વિચારોને મેં મારા હૃદયમાં પ્રેમપૂર્વક સ્થાન આપેલું છે. તમે જ ે કારણ માટે સહન કરી રહ્યા છો તેમાં તમને સફળતા મળે એવી મારી પ્રાર્થના છે.” હે લન કેલરનાં જીવનના અનન્ય સાહસને અનુભવવા જ ેવાં છે. પોતાની જીવની 'મીડસ્ટ્રીમ – માય લેટર લાઇફ’માં આ અનુભવોને તેમણે સરસ રીતે આલેખ્યા છે, જ ેનો ગુજરાતી અનુવાદ 'મઝધાર' નામે વિઠ્ઠલદાસ મ. કોઠારીએ કર્યો છે. આ માસમાં હે લન કેલરની જન્મતિથિ (૨૭ જૂ ન, ૧૮૮૦) અને મૃત્યુતિથિ (૧ જૂ ન, ૧૯૬૮) આવે છે ત્યારે તેનું એક પ્રકરણ માણીએ. ...

સામાન્ય દુનિયાથી હં ુ વિખૂટી પડી ગયેલી હોવાથી બાંધ્યો હતો. પણ જ ે પુલ ઉપર થઈને મારે વારં વાર

મને અનિવાર્યપણે કેટલીક વખત એમ લાગે છે કે, જાણે છાયામય દુનિયામાં હં ુ છાયાની જ ેમ ચાલતી હોઉં. જ્યારે મને આવું લાગે ત્યારે હં ુ ન્યૂયોર્ક જવા માટે ઇચ્છું છુ .ં હં મેશાં હં ુ ઘેર થાકીપાકી પાછી ફરું છુ ં પણ મને એમ દિલાસાજનક ખાતરી છે કે, માણસો બધાંય હાડચામનાં બનેલાં છે અને હં ુ છાયા જ ેવી નથી. મારા ઘેરથી ન્યૂયોર્ક જતાં રસ્તામાં મોટા પુલો ઓળંગવા પડે છે. આ પુલો મેનહટનને લંબદ્વીપથી જુ દું પાડે છે. તેમાં બ્રુકલીન પુલ એ જૂ નામાં જૂ નો અને ખૂબ મજાનો છે. તે મારા મિત્ર કર્નલ રોબલિંગે नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

જવું પડે છે તે કિવન્સબરોનો પુલ છે. આ પુલો ઉપર ઊભાં ઊભાં મારી આગળ મેનહટનનું વર્ણન કેટલીય વાર કરવામાં આવ્યું છે. હં ુ સાંભળતી કે, સવારે અને સાંજ ે, જ્યારે આકાશી મહે લાતો જાદુઈ મહે લોની માફક ઊંચી ઊંચી દેખાતી હોય અને તેની લાખો બારીઓ ગુલાબી વાતાવરણમાં ચમકતી હોય ત્યારે તેનો દેખાવ અતિશય રમણીય હોય છે. મને લાગે છે કે કાવ્ય બધું કંઈ કાવ્યગ્રંથોમાં ભરે લું નથી. ઘણું કાવ્ય મહાન સાહસિક બાંધકામો અને ઉડ્ડયનોમાં હોય છે, માણસો પોતાની કલ્પનાઓ, ભાવનાઓ અને તાત્ત્વિક વિચારોને મનુષ્ય ઉપયોગી 209


બનાવે તેમાં હોય છે. તેની પ્રતિભાનું આ પરિણામ કેટલીક વખત અપૂર્ણ અને વિકરાળ લાગે છે, છતાં તેમાં રહે લી અસાધારણતા અને હિં મત ઊંચી કોટિની હોય છે. કોણ એમ કહી શકે કે કિવન્સ બરોનો પુલ એ સર્જનાત્મક કલાકૃ તિ નથી? તે સુસંગત કલાકૃ તિનો આસ્વાદ લેવાનું મને સદાય પ્રબળ પ્રલોભન થયા વગર રહે તું નથી. હં ુ મારા મિત્રોને કહં ુ છુ :ં ઉદાર લાલિત્ય પ્રલંબતાનું, તીરે થી તીરે વહતી કમાન, સૌંદર્યશી શક્તિ તણી જ મૂર્તિ, અદ્ભુત કો સ્વપ્ન સમી ઝગે ચગે. વિરાટનું દર્શન કો પ્રભાભર્યું — ઉપયોગ દાઢે ગ્રહી કો મહે ચ્છા. અદમ્ય ઇચ્છા પકડાયલી વા, વિરાટ કોઈ ઉપયોગ-મૂઠમાં. ન્યૂયોર્કમાં ધૂમસ છવાઈ ગયું હોય ત્યારે મને ખાસ મજા પડે છે. ત્યારે તે આંધળા માણસ જ ેવું લાગે છે. એક વખત હં ુ ગાઢ ધૂમસમાં જર્સીથી મેનહટન ગઈ હતી. હોડી નદી પર સાવધાનીપૂર્વક પોતાનો માર્ગ કાપતી હતી. તે અંધ કરતાં પણ વિશેષ ગાભરી થઈને સતત ભૂંગળું વગાડતી હતી. આંધળો માણસ જ ેમ ભરચક રસ્તો ઓળંગતાં તેની સોટી આતુરતાપૂર્વક અને તીવ્રતાથી વારં વાર ખખડાવે છે તેમ, તે હોડી ધૂમસથી ઘેરાયેલી હોવાથી, અને જોખમકારક અણદીઠ બીજી હોડીઓનાં જોખમોની વચ્ચે હોવાથી, પળેપળે થોભતી હતી. એક કદી ન ભુલાય 210

તેવો અનુભવ ન્યૂયોર્કની આસપાસ હોડીમાં બેસીને ફરતી વખતે થયો હતો. તે પ્રવાસ એક આખો દિવસ ચાલ્યો હતો. મારી સાથે મારાં શિક્ષિકા, મારી બહે ન, મારી ભાણેજ અને શ્રી હોમ્સ એમ ચાર જણ હતાં. તે દરે ક હસ્તલિપિ જાણતાં હતાં. આ રીતે જ ેણે ન્યૂયોર્ક ફરીને ન જોયું હોય તેને તો અચંબો થાય કે પાણી ઉપર જ ઘર કરીને કેટલા બધા લોકો રહે છે. કોઈકે તેમને દરિયાઈ હબસીનું ઉપનામ આપ્યું છે. તેમનાં ઘરબાર હોડી પર જ હોય છે. હોડીઓના મોટા મોટા કાફલા હોય છે. તે ફૂલની પેટીઓ અને ચકચકિત રં ગનાં સૂંખળાંથી શણગારે લી હોય છે. આ અથડાતી કુ ટાતી વિચિત્ર હોડીઓને નારી જાતિનાં નામો આપેલાં હોય છે એ મજાની સાથે નોંધવા જ ેવું છે. તેના રહે વાસીઓ ત્યાં જ પોતાનું રાંધવાનું, ધોવાનું, સીવવાનું વગેરે ઘરનાં કામ કરતા જોવામાં આવે છે. એક હોડીમાંથી બીજી હોડીમાં તેઓ ગપ્પાં મારતા ફરે પણ છે. હોડીઓમાંથી જુ દી જુ દી જાતની વાસ આવે છે તે પરથી, ત્યાં રહે નાર લોકોના જીવનનો ખ્યાલ આવે છે. બાળકો અને કૂ તરાં એના નાજુ ક તૂતક પર ખેલે છે. પાણી તો તેમના ઘર જ ેવું છે. તેમાં તેઓ એકબીજાને પકડવા દોડે છે. આ નીર-બાળકો બધી હોડીઓને ઓળખે છે. તે ક્યાંથી આવે છે અને કયો માલ લઈ જાય છે તેની તેમને ખબર હોય છે. આની સરખામણીમાં, લીલીછમ ટેકરીઓની વચ્ચે થઈને હડસનનો પ્રવાસ જુ દી જાતનો છે. તે રસ્તે નદીની બાજુ માં ભવ્ય મહે લાતો આવેલી છે. વચ્ચે મેનહટનને [ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


મુખ્ય પ્રદેશથી છૂટી પાડતી સાંકડી ખાડી આવે છે. બાજુ માં વેલ્ફેર ટાપુ આવે છે. ત્યાં મોટુ ં શહે ર વસેલું છે. છેવટે દૂર દૂર ભરચક ગોદીઓ આવે છે, જ્યાં ઊંચા ઊંચા મજૂ રો હોડીઓમાંથી સામાન કાંઠા પર ફેં કે છે, વાહનવ્યવહારનો અવાજ કાન ફોડી નાખે તેવો થાય છે. આવી જગ્યાએ ફરીને અમે ચાંદનીમાં પાછાં બંદર પર આવીએ છીએ. દરિયાઈ હબસીની જમાત તે વખતે સૂતી હોય છે. શાંતિનું વાતાવરણ તેમનાં થાકેલાં શરીરને આરામકારી લાગે છે. હં ુ બ્રોડવે આગળ ચાલું છુ ં ત્યારે , મને ઘસાઈને જતા લોકો કોઈ વસ્તુ પાછળ દોડતા હોય એમ લાગે છે. તે વસ્તુ તેમને કદી પ્રાપ્ત થતી નથી. તેમની હિલચાલ આતુરતાભરી હોય છે. તેઓ જાણે એમ કહે તા લાગે છે કે, ‘અમે અમારા રસ્તે છીએ. અમે અમારી ઇચ્છિત વસ્તુને ઘડીકમાં મેળવીશું.’ તેઓ ઉતાવળા પગલે જાય છે, લગભગ દોડે છે. દરે ક જણ પોતાની ઇચ્છા પૂરી પાડવા ઉત્સુક હોય છે. કોઈ દયામણું દેખાય છે, કોઈ કઢંગું દેખાય છે તો કોઈ કોઈ ઉલ્લાસી દેખાય છે. બધાય પાંદડાં પર પડતા વરસાદની જ ેમ આગળ ને આગળ ધસે છે. મને ખબર પડતી નથી કે તેઓ ક્યાં ધસે છે. હં ુ માથું ખંજવાળું છુ ં પણ તે કોયડો કદી ઉકેલાતો નથી. શું તેઓ છેવટે કોઈ જગ્યાએ પહોંચશે ખરા? તેમને માટે કોઈ ત્યાં રાહ જોતું હશે? એ કૂ ચ કદીય બંધ થતી નથી. તેમના ચાલવાથી રસ્તાની ફરસબંધી પણ ઘસાઈને ખડબચડી થઈ જાય છે. તેઓ ક્યાં જાય છે તેની ખબર પડે તો કેવું સારું ? તેમાંના કેટલાક બેફિકર લાગે છે, કેટલાક આંખો નીચી રાખીને ચાલે છે, બીજા કેટલાક ધીમે પગલે ચાલે છે, જાણે કે એમ બતાવતા હોય કે ટોળાએ તેમને બાંધી લીધા ન હોત તો તેઓ ઊડીને જાત. એક ફીકી સ્ત્રી એક આંધળાને દોરે છે. તેનો વજનદાર બાહુ તેની પાછળ ખેંચાય છે. વિચિત્ર રીતે તે અંધ नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

તેઓ જાણે એમ કહેતા લાગે છે કે, ‘અમે અમારા રસ્તે છીએ. અમે અમારી ઇચ્છિત વસ્તુને ઘડીકમાં મેળવીશું.’ તેઓ ઉતાવળા પગલે જાય છે, લગભગ દોડે છે. દરેક જણ પોતાની ઇચ્છા પૂરી પાડવા ઉત્સુક હોય છે. કોઈ દયામણું દેખાય છે, કોઈ કઢંગું દેખાય છે તો કોઈ કોઈ ઉલ્લાસી દેખાય છે. બધાય પાંદડાં પર પડતા વરસાદની જેમ આગળ ને આગળ ધસે   છે

પેલી બાઈની સાથે ચાલવા પોતાનાં પગલાં ટૂ કં ાવે છે. તેના હાથની પકડ ખસી જાય ત્યારે તે કૂ દે છે અને તે બાઈના હાથને જોરથી પકડે છે. આ લોકો પણ ક્યાં જાય છે તે સમજાતું નથી. કોઈ અર્થહીન તમાશાનાં પાત્રોની પેઠ ે તેઓ એક પછી એક પસાર થાય છે. તેમાં હસતી, આમતેમ આંટા મારતી જુ વાન છોકરીઓ પણ હોય છે. તેમનામાં સૌન્દર્ય અને જુ વાની છે. તેમને આશકો હોય છે. તેઓ દુકાનોની બારીઓમાં ડોકિયાં કરે છે, તેઓ ઘડીમાં દેખાતાં, ઘડીમાં બંધ થતાં મોટાં નિશાનો તરફ નજર ફેં કે છે અને ટોળાંને હડસેલતી આગળ ચાલે છે, તેમના આંતર સંગીતની સાથે તેમના પગ તાલ દે છે. તેઓ કોઈ ખુશનુમા જગ્યાએ જતાં હોવાં જોઈએ. મને પણ થાય છે કે તેઓ જ્યાં જાય છે ત્યાં હં ુ જાઉં. ભકભક કરતી શક્તિના ભયંકર પડઘા પાડતા વાતાવરણમાં લીન થઈને હં ુ રે લની બાજુ ના રસ્તા પર ધડકતા હૃદયે ઊભી રહં ુ છુ .ં ગભરાતી ગભરાતી હં ુ સંખ્યાબંધ પોલાદના થાંભલાની જાળને અડી જોઉં છુ .ં આવતી રે લગાડીઓના અવાજો તેમાં સંભળાય છે. ગાડીઓ તીરની માફક મારી બાજુ માં 211


થઈને પસાર થઈ જાય છે. જડ જ ેવી ખીલાની માફક હં ુ મારી જગ્યાએ ઊભી રહં ુ છુ .ં મારું અંગ જૂ ઠુ ં પડી જાય છે અને ટ્રેનમાં ચડવાની ઉતાવળ હં ુ કરી શકતી નથી. ગાડીનો વીજળી-વેગ જરા ધીમો પડે છે. મારા મનમાં દિવ્ય દૃષ્ટિ સ્ફુરે છે કે, આ બધી ઝડપનો શો અર્થ છે? જીવનમાં આ ધસી આવતી વીજળી શું બતાવે છે? આ બધા અકસ્માતો, રે લ રસ્તાનાં ભંગાણો, પોલાદનાં ભૂંગળામાંથી ઊના પાણીના ઝરાની માફક છૂકછૂક નીકળતી વરાળ, દોડાદોડ કરતી હજારો મોટરો અને તેની હડફટમાં આવતાં ખેલતાં બાળકો, સમુદ્રમાં ડૂ બકાં મારતા અને વેગ માટે ખુવાર થતા દોડાદોડ કરતા વીર નરો આ બધું શું બતાવે છે? આ દોડાદોડના મૂળમાં અવનવી અસંતુષ્ટ અભિલાષાઓ રહે લી છે! જ્વાળામુખીની માફક બીજી ગાડી સ્ટેશનમાં દાખલ થાય છે. લોકોનું ટોળું મને આગળ ધકેલે છે. ક્યાં? ખાડામાં? મને લાગે છે ભયંકર બળો અને ભયંકર ભાવિના અંધકારમય ઊંડાણમાં. થોડી જ વારમાં તેવી ને તેવી માનસિક સ્થિતિમાં ગાડી મને રસ્તા પર ધકેલી દે છે. શહે રના આ ઘોંઘાટના અનુભવ પછી મારી નાની પર્ણકુ ટીમાં પાછાં ફરતાં મને આનંદ થાય છે. મારું ઘર એક નાનીશી જગ્યા છે. ગામડાના ખૂણામાં લીલી છાપરી જ ેવું છે. એક મિત્રના શબ્દોમાં તે વાટિકા ઘર નથી, પણ પક્ષીના માળા જ ેવું છે. બીજા એક મિત્રના શબ્દોમાં તે ‘ફિલસૂફની વાટિકા’ છે. તે ચારે બાજુ દીવાલોવાળું અને સાંકડુ ં છે. પણ તે એટલું ઊંચું છે કે જાણે આકાશને અડતું હોય! મારા માટે તો એ દુનિયાની ધમાલમાંથી બચવાનું સાધન છે, ધ્યાનપૂર્વક વિચાર કરવાનું સ્થળ છે. ત્યાં પક્ષીઓ, મધમાખો અને પતંગિયાં મધુર રીતે શાંતિથી રમે છે. ત્યાં શાંતિનું સામ્રાજ્ય છે. મારું અસ્વસ્થ ચિત્ત દુનિયાની આપત્તિમાંથી ભાગીને ત્યાં 212

ગાડીઓ તીરની માફક મારી બાજુમાં થઈને પસાર થઈ જાય છે. જડ જેવી ખીલાની માફક હું મારી જગ્યાએ ઊભી રહું છું. મારું અંગ જૂઠું પડી જાય છે અને ટ્રેનમાં ચડવાની ઉતાવળ હું કરી શકતી નથી. ગાડીનો વીજળી-વેગ જરા ધીમો પડે છે. મારા મનમાં દિવ્ય દૃષ્ટિ સ્ફુરે છે કે, આ બધી ઝડપનો શો અર્થ છે? જીવનમાં આ ધસી આવતી વીજળી શું બતાવે   છે?

આવે છે, ત્યાં મને હલમલાવતાં પાપોનું પ્રાયશ્ચિત્ત હં ુ કરી શકું છુ .ં ત્યાં હં ુ ગમે ત્યારે દાખલ થાઉં તોપણ મને આનંદના ઊભરા આવે છે. સવારે જ્યારે સૂર્યનારાયણ પોતાનાં સોનેરી દ્વાર ઉઘાડતો હોય અને શુદ્ધ સવારનો ઠંડો સમય હોય, જ્યારે પવનની પહે લી લહે રથી હાલતાં પાંદડાંના ખખડાટથી માળામાંનું પક્ષી જાગતું હોય, જ્યારે ઊંઘતાં ફૂલો પર પડેલી ઝાકળ અને ધૂમસ વેરાતાં હોય, જ્યારે દરે ક ફૂલ પોતાની કળી ખોલીને પોતાનું મુખ સૂર્યના પ્રકાશમાં ખોલતું હોય, અથવા તો બપોરનો સમય હોય જ્યારે જીવનના બધા પડદા ખૂલી ગયા હોય અને સૂર્યકિરણો બધી વસ્તુઓને સોનેરી ઓપ આપતાં હોય, અથવા તો સાંજનો જાદુઈ શાંતિનો સમય હોય જ્યારે છાયા નીરવ પગલાંથી મારા માર્ગમાં ઘૂસી જતી હોય અને દુનિયાની પાંખો જાણે બિડાઈ જતી લાગતી હોય, અથવા જ્યારે ઘાસમાં આગિયા પોતાનો પ્રકાશ ફેં કતા હોય, - આમ ગમે તે સમયે ત્યાં જવાથી મારું હૃદય સર્જનહારનાં ગુણગાન ગાય છે કે, તેણે અનંત દુનિયામાંથી મારા માટે આ નાનીશી જગ્યા બનાવી અને મને શાંતિ આપવા ફૂલો મોકલ્યાં. [ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


મને મારા બાગમાં બધીય ઋતુમાં આનંદ આવે છે. શિયાળામાં પણ તેની ગમત અને ચમત્કાર અનોખાં હોય છે. હં ુ ઝડપભેર ચાલતી હોઉં ત્યારે પવન બાજુ ની વાડ ઉપરથી મારા પર બરફ ખેરવે છે. થોડી થોડી પળે હં ુ હાથનાં મોજાં કાઢી નાખીને, છોડવા અને વૃક્ષો ઉપર થીજી ગયેલી તેની સુંદરતાનો સ્પર્શ કરીને આનંદ પામું છુ .ં એ સુંદર સ્વરૂપો ઈશ્વરે પોતાની ઝાકળરૂપી કોતરણીથી અને પવનરૂપી હથોડીથી કોતરીને સુશોભિત કર્યાં છે. સામાન્ય રીતે મારા ફરવાના રસ્તાની આજુ બાજુ જ ે ઝાડોની હાર આવેલી છે, તે હં ુ જરાય મુશ્કેલી વગર શોધી શકું છુ .ં પગથિયાં ઊતરીને હં ુ એકદમ જમણી બાજુ ફં ટાતા સિમેન્ટના રસ્તે ચાલું છુ .ં પણ જ્યારે બરફ ઘણો પડ્યો હોય ત્યારે બધા રસ્તા ભૂંસાઈ જાય છે. જ્યારે રસ્તા સપાટ થઈ જવાથી મારા પગને રસ્તાની ખબર પડતી નથી, ત્યારે હં ુ તદ્દન ભૂલી પડી જાઉં છુ .ં પણ ખોટે રસ્તે જઈને ભૂલ કરવાના સાહસથી મને આનંદ થાય છે અને વાડની બાજુ એ સફળતાપૂર્વક પહોંચું તે પહે લાં એકાદ બે વખત મને ખૂબ હસવું આવે છે. ચાલતાં ચાલતાં માર્ક ટ્વેનના ગમતા શબ્દો હં ુ યાદ કરું છુ ,ં અને મને નીચેનો સંવાદ યાદ આવે છે: સ.—કિલ્લો અહીંથી કઈ દિશામાં આવ્યો? જ.—અરે , મહે રબાન! તેની ચોક્કસ દિશા જ નથી. કારણ કે રસ્તો સીધો નથી અને વારે વારે ફં ટાય છે. તે ઘડીમાં આ બાજુ અને ઘડીમાં પેલી બાજુ ચાલે છે. તમને એમ લાગે કે રસ્તો પૂર્વમાં છે તો પૂર્વમાં ચાલો. તેમ કરવાથી તમને જણાશે કે રસ્તો અર્ધ ચક્કર લઈને ફરી બીજી દિશામાં ફં ટાય છે… આના જ ેવી મારી સ્થિતિ હતી. બધા રસ્તા મારા માટે સરખા હતા. વરસમાં જ્યારે જૂ ન માસનું પાનું ઊઘડે ત્યારે नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

ગમે તે કામ હોય તો તે બંધ કરીને, હં ુ આનંદના સામ્રાજ્યમાં દાખલ થાઉં છુ .ં તે વખતે કુદરત પોતાના દરબારમાં વસંત ઋતુનાં ફૂલોને આવકારે છે અને તે ઉજાણીમાં રોજ નવી નવી સુદં રતાનો ઉમેરો થાય   છ.ે જૂ ન માસમાં મારા બાગનાં લીલુડાંની ભવ્ય વાસ આવે છે. ડાળીઓ સુંદરતાથી લચે છે અને હૃદયસોંસરી સુગંધ મહે કે છે. અરે ! એને શબ્દોમાં કોણ મૂકી શકે? થોડાં વરસો પર એક દિવસ બે રૉબિન પક્ષીઓ મારાં ડૉગવૂડ વૃક્ષમાં રહે વા લાગ્યાં. વૃક્ષ સફે દ કળીઓથી ઝૂલતું હતું. તે લીલુડાંની હારની એક બાજુ પર આવેલું છે. સવાર સાંજ ત્યાંથી પસાર થતાં હં ુ ઊંચા હાથ કરીને ડાળીઓનો સ્પર્શ કરતી હતી. રૉબિન એક ધ્યાનથી પોતાનું કામ કરતાં હતાં. તેઓ મારા તરફ ધ્યાન આપતાં નહીં. પહે લાં તો હં ુ જ્યારે ડાળીઓને અડવાનો પ્રયત્ન કરતી ત્યારે તેઓ બાજુ ના ઝાડ પર ઊડી જતાં અને મને ધ્યાનપૂર્વક જોયા કરતાં. પણ થોડા જ વખતમાં તેઓ મારાથી ટેવાઈ ગયાં. હં ુ ખાવાનું લાવીને માનવીની વિચિત્ર રીતે તેમને સમજાવતી કે, હં ુ તમારી મિત્ર છુ .ં અને તમારું કંઈ બૂરું કરવા માગતી નથી. એ તેમની સમજમાં આવ્યું હોય એમ લાગ્યું. તે મારી નજીક આવવા લાગ્યાં અને હં ુ જ ે કંઈ કરું તેની પરવા કરતાં નહીં. લાંબો વખત ડાળી ઉપર હાથ રાખીને હં ુ તદ્દન શાંત ઊભી રહે તી. ઘણી વાર મને પાંદડાં હાલતાં લાગતાં અને ડાળીઓ થોડી ઝૂકી ગયેલી લાગતી. એક વખત મારા હાથની ઘણી નજીક કંઈક ખળભળાટ થતો લાગ્યો. થોડા દિવસ પછી નાજુ ક પંજો મારી આંગળીને ભોંકાતો જણાયો. અને થોડા વખતમાં નરપક્ષી મારા હાથ ઉપર સીધું ઊતરીને બેઠુ.ં ત્યાર પછી અમારી વચ્ચે પૂરો મેળ થયો. પક્ષી કોઈના હાથ ઉપર સળવળાટ કર્યા વગર લાંબો વખત રહી શકતું નથી. નવા 213


પક્ષીમિત્રે ચીં ચીં કરવા માંડ્યું અને ડાળી પર આમ તેમ કૂ દવા માંડ્યું. મને લાગે છે તે તેની માદાને મારી ઓળખાણ આપતું હશે. ઈંડાંમાંથી બચ્ચાં બહાર પડ્યાં પછી, માદા મને સારી પેઠ ે જોઈ લેવા ડાળી પર બહાર આવી. તેને ખાતરી થઈ હશે કે હં ુ નિરુપદ્રવી માણસ છુ .ં એટલે તે બચ્ચાંને મારી દયા પર છોડીને ચારાની શોધમાં ઊડી ગઈ. ઉનાળાને અંતે ઇલિઝાબેથ ગેરેટ મને મળવા આવતાં હતાં. મારા અભ્યાસખંડમાં અમે ગપ્પાં મારતાં બેઠાં હતાં. તેવામાં એકદમ વાવાઝોડુ ં ચડી આવ્યું અને વરસાદ પડવા માંડ્યો. ઇલિઝાબેથ બારીઓ બંધ કરવા ગઈ. તેમ કરતાં તેણે કોઈ દુ:ખી પક્ષીની ચીસ સાંભળી. મારો હાથ પકડીને તે મને બારી પાસે લઈ ગઈ અને કહ્યું: ‘મને લાગે છે કે કોઈ પક્ષી બારીના પડદા સાથે પોતાની પાંખો અફાળે છે.’ વરસાદમાં પડદો ઊંચો કરવાની મુશ્કેલી હતી, પણ અમે તેમ કરી શક્યાં. અમે જોયું કે બારીના ઉંબરાએ ચડેલી દ્રાક્ષલતાને મારું નાનું રૉબિનહૂડ વળગી રહ્યું હતું. પાંખો ફફડાવતું તે મારા લંબાવેલા હાથમાં આવી ગયું. તે લંઘાતું હતું અને પાણીથી ટપકતું હતું. જરા સુકાયા પછી તેણે ખંડમાં આમતેમ ઊડવા માંડ્યું અને એની નાનીશી જિજ્ઞાસુ આંખો વડે બધું તપાસવા માંડ્યું. ઝાપટુ ં બંધ થયા પછી અમે તેને બારી પાસે લઈ ગયાં, પણ અમને છોડી જવાની તેની ઇચ્છા નહોતી. તેના તીક્ષ્ણ પંજા મારા હાથને ભોંકાતા હતા. તેણે માથું નમાવીને જાણે મને એમ કહ્યું કે: ‘મને અહીં સંતોષ છે, મને તમે શા માટે જવાનું કહો છો?’ મેં તેને બારી પર મૂક્યું પણ તે પાછુ ં ઊડી આવ્યું. અને એક બાંકડા નીચે સંતાઈ ગયું. તેને અમે શોધી શક્યાં નહીં. તેને શોધવાની કોઈ ચક્ષુવાળાની અમારે મદદ લેવી પડી. તે બારી પર કૂ દ્યા કરતું હતું કે: ‘આહ! મારે શું પસંદ કરવું? હં ુ અહીં રહં ુ કે પેલા 214

તીક્ષ્ણ પંજા મારા હાથને ભોંકાતા હતા. તેણે માથું નમાવીને જાણે મને એમ કહ્યું કે: ‘મને અહીં સંતોષ છે, મને તમે શા માટે જવાનું કહો છો?’ મેં તેને બારી પર મૂક્યું પણ તે પાછું ઊડી આવ્યું. અને એક બાંકડા નીચે સંતાઈ ગયું. તેને અમે શોધી શક્યાં નહીં. તેને શોધવાની કોઈ ચક્ષુવાળાની અમારે મદદ લેવી પડી

ઝાડ પર જાઉં? હં ુ અહીં રહં ુ કે દૂર દૂર આગળ જાઉં? અરે ! મારા હૃદયમાં બંને જાતની ઊલટાસૂલટી ઇચ્છાઓ થાય છે. હં ુ શું કરું ?’ છેવટે તેણે ધીમેથી પોતાની પાંખો પસારી અને ધોવાયેલી તાજી હવામાં કમને ઊડી ગયું. તે ફરી ડૉગવૂડ વૃક્ષ પર કે મારા હાથ પર પાછુ ં આવ્યું નથી. મારા બાગની બધી વનસ્પતિમાં મને લીલુડાં અતિશય ગમે છે. તેઓ હં મેશાં સુંદર લાગે છે અને આપણામાં આધ્યાત્મિક સુંદરતા પ્રગટાવે છે. મારા ફરવા જવાના રસ્તાની એક બાજુ જ ે લીલુડાં છે તેમને હં ુ ઓળખું છુ ં અને તેઓ મને ઓળખે છે. તેઓ પોતાની હસ્તરૂપ ડાળીઓ લંબાવીને મને ચીડવે છે અને પસાર થતાં મારા વાળ ખેંચે છે. વસંતમાં જ્યારે બધી દુનિયા ખુશબોથી તરબોળ હોય ત્યારે મિત્રોની માફક કંઈ ખુશ સમાચાર કહે વા મારી તરફ ઝૂકે છે. તેઓ મને કહે વાનો પ્રયત્ન કરે છે પણ હં ુ તે સમજી શકતી નથી. હં ુ ધારું છુ ં તેઓ એકબીજાને એમ કહે છે કે: ‘આ માનવીઓ અસ્થિર પાણીની માફક અને હં મેશાં દોડતા પવનની માફક આમતેમ શા માટે ફર્યા કરે છે? વળી તેઓ પોતાની નાનીશી તીક્ષ્ણ કૂ ંપળો [ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


બતાવીને કહે છે: ‘જુ ઓ તો ખરાં? આ બાઈ પવનથી ઊડી જતાં પતંગિયાંની માફક ફૂલોમાં કેવી આવજા કરે છે?’ જો હં ુ તેમનો તે ગણગણાટ અને નિ:શ્વાસ સમજી શકું તો હં ુ મારાં લીલુડાંની ચેતનાનું ઊંડાણ સમજી શકું. તેઓ મારા કાનમાં કહે છે: ‘તમારામાં જ ે કંઈ છે તે પહે લાં પણ હતું અને હં મેશાં હશે. તમારું એકેએક કણ અને તમારી એકેએક લાગણી અમારી પેઠ ે અનંત કાળ પહે લાં જન્મ્યાં હતાં અને અમારી પેઠ ે અનંતકાળમાં લુપ્ત થશે.’ અહા! જ્યારે આ દુનિયાનું દુ:ખ જોઈને મારો આત્મા ઊકળે છે ત્યારે આ વૃક્ષો આગળ આંટા મારવાથી મને શાંતિ થાય છે. રાતની ઝાકળ પછી જ ેમ ફૂલ તેની દાંડી ઉપર સ્થિર રહીને હિં મતપૂર્વક આકાશ તરફ નજર કરે છે તેમ મારામાં આશા પ્રગટે છે. ત્યાં ચાલતાં ચાલતાં, જમીનમાં ઊંડે ઊંડે અંધકારમાં ઝાડનાં મૂળિયાં આનંદપૂર્વક જ ે શ્રમ ઉઠાવી રહ્યાં છે તેનું સંગીત હં ુ સાંભળું છુ .ં તેઓ જ ે સુંદર સેવા બજાવે છે તે કદી પોતે જોઈ શકતાં નથી. અંધારામાં પોતે ઢંકાઈ રહીને પ્રકાશમય ફૂલોને વિકસાવે છે. તેઓ પોતે તિરસ્કૃત અને નાનાં રહે છે, પણ તેમની ફૂલ અને વૃક્ષને ઉત્પન્ન કરવાની શક્તિ કેવી મહાન છે! તેમને હં ુ હાથથી સ્પર્શી શકતી નથી તેથી કંઈ તેમને ઓછાં ચાહં ુ છુ ં એમ નથી. લીલી ઘટાની આસપાસ હં ુ ફરું છુ ં ત્યારે વર્ષાથી ભીંજાયેલો પવન મારા મુખ પર આછો છંટકાવ કરે છે અને દૂર દૂરના પ્રદેશની મીઠી યાદગીરીઓ, અદૃશ્ય રે તી ઉપર મોજાં પછડાય તેમ મારા મનમાં ઊભરાય છે. મારા કાનમાં અવાજ થાય છે કે: ‘તારું દક્ષિણનું ઘર યાદ કર. માતા! પિતા!’ આ વખતે મારું હૃદય, તે પ્રિય હાથ જ ેણે મને ઘણાં વરસો પર રમાડી હતી અને મને ચાલતાં શિખવાડ્યું नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

હતું, તેને અંધારામાં યાદ કરવા ફાંફાં મારે છે. નાજુ ક અસ્થિર હાથ વડે મારા હાથમાં લખાતા શબ્દો યાદ કરીને હં ુ સ્મિત કરું છુ .ં આ બધું તાદૃશ લાગે છે અને ખરે ખર મારી નાની બહે ન મારા ઘૂંટણ દાબતી મને લાગે છે. દક્ષિણપવન! તેં આ યાદ કરાવીને મારા મનમાં એકીસાથે આનંદ અને દુ:ખ પેદા કર્યાં છે. પણ તેં મારા થાકેલા મનમાં તારી સનાતન મધુરતા રે ડી છે અને મારા અસ્થિર રખડતા મનને શાંત કર્યું છે. આપણે બધાંએ વારં વાર જંગલોમાં એકલાં જઈને ત્યાં કુ દરતના ખોળે શાંતિથી બેસવું જોઈએ. થોડાં વરસો પર મેં મારા મનને સમજાવ્યું કે રોજનાં એકધારાં કામો છોડીને વરસે બે માસ ખુલ્લામાં મજા કરવા જવું. મારાં શિક્ષિકા, ઈદના પોર્ટર અને હં ુ ત્રણે ગયાં. અમારી મોટરમાં એક તંબૂ, નાનો સ્ટવ, અને બરફની પેટી સાથે લીધાં હતાં અને ઉપરાંત અમારો કૂ તરો સીગલીન્ડ સાથે લીધો હતો. તેનું કામ રખડતાં રોબિનહૂડો અને બીજા ઘૂસણિયાઓને બીવડાવવાનું હતું. અમારો પડાવ એક વખત બર્કશાયરના એક ચરામાં નાખ્યો હતો. ત્યાં એક ઝરણું નાચતું કૂ દતું હતું. સવારમાં અમે ગોધણના અવાજથી જાગી જતાં હતાં. ગાયો અમારા મુકામમાં આમતેમ ઘૂમતી ત્યારે હં ુ તેમના ચળકતા ઓઢા અને ભીનાં નસકોરાનો સ્પર્શ કરતી હતી. તેમને આમાં વાંધો લાગે તોપણ સહન કરી લેતાં. બીજી આવી જગ્યા મને ચેપ્લેન સરોવર પાસેના પાઈન જંગલની ગમી હતી. એક રાતે અમે મોનટ્રીલની બહાર સૂકા ઘાસના એક મોટા ખેતરમાં, અમારો તંબૂ ઠોક્યો. મોનટ્રીલને અમે આંધીક્ષેત્ર કહે તાં, કારણ કે ત્યાં પડાવ નાખ્યા પછી વાવાઝોડુ ં ચડી આવ્યું હતુ.ં ત્યાંથી અમે કિવબેક નદી આગળ મુકામ કર્યો હતો. નદીમાં મૂઝહે ડ સરોવર ઉપરથી લાકડાં તરતાં મૂકવામાં

215


લાગે. અમે પીંછાં પર સૂઈ રહ્યાં હતાં. બાજુ માં આખી રાત તાપણી સળગતી હતી. ત્યાંથી અમે ન્યૂયોર્ક પાછાં ફર્યાં. હતાં. કેટલાક લોકોને આશ્ચર્ય થાય છે કે આ રીતે હં ુ બહાર ફરવાનો આનંદ માણી શકું છુ .ં પણ ઈશ્વરે પોતાની ઘણી કૃ તિ ઉપસાવેલા અક્ષરના રૂપમાં મૂકી છે. પૃથ્વી પરના મધુર અવાજો મને આંખ અને કાન સિવાયનાં બીજાં સાધનો દ્વારા પહોંચે છે. હં ુ જ્યારે જંગલમાં હોઉં છુ ં ત્યારે મારો હાથ બહાર કાઢીને પાંદડાંમાં ફરતાં જીવજંતુનો ખડખડાટ જોવાનું મને ગમે છે. અંધકારમય રસ્તાઓમાં મને શેવાળ અને ભીના ઘાસની વાસ આવે છે. ટેકરીઓ પર અને ઊંડી ખીણોમાં એવા સાંકડા રસ્તા હોય છે કે, બાજુ નાં ઝાડ ઝાડવાને અડીને ચાલવું પડે. તેવા રસ્તાઓમાં ચાલવાનું મને ગમે છે. કોઈ નાના પુલ ઉપર ઊભી રહીને, નીચે નાની માછલીઓવાળા વહે તા ઝરાનો અવાજ જોવાનું મને ગમે છે. વળી જંગલના કોઈ પડી ગયેલા ઝાડ પર બેસી રહે વાનું મને ગમે છે. હં ુ તે પર એટલો લાંબો વખત બેસી રહં ુ કે, જંગલની વસ્તુઓને મારા પગની આંગળીઓ પર ચડી જવામાં અવિવેક નથી લાગતો અને ધોધવાનાં પાણીની છાંટ મારા મોં પર ઊડે છે. શાંત થઈને નિરીક્ષક ચિત્તે હં ુ અસંખ્ય અવાજો સાંભળું છુ ં અને તે મને સમજાય છે—પાંદડાંનો અવાજ, ઘાસનો અવાજ, ડાળીઓ પર પક્ષીઓ ઊડીને બેસે ત્યારે ખખડતી ડાળીઓનો અવાજ, જીવડાંની પાંખો ઘાસ પર ઘસાય ત્યારે હાલતા ઘાસનો અવાજ,—આ બધા અવાજો હં ુ સાંભળું છુ ં અને છતાં મારી આજુ બાજુ શાંતિ છે.

આવતાં હતાં. તે બધાં લાકડાં વહે રવાની મિલો સુધી જતાં હતાં. નદી કેવી છે તેનો ખ્યાલ કરવા હં ુ ધીમે ધીમે નદીમાં દાખલ થઈ. લાકડાંથી હં ુ મારા શરીરને દૂર રાખતી અને બાજુ ના ખડકોનો આધાર લઈને આગળ જતી. પ્રવાહના જોરથી હં ુ પાંદડાંની માફક ગોથાં ખાતી, પણ તેમ છતાં ઝડપથી પસાર થતાં લાકડાંમાંથી કોઈકને હં ુ અડી લેતી. આ જાતનું સાહસ આનંદદાયક લાગતું હતુ.ં પાછા ફરતાં અમે વિનીપેસુકી સરોવરની નજીક એક ટેકરીની ટોચ ઉપર પડાવ નાખ્યો હતો, કારણ કે અમારી ટુકડીના બીજા સભ્યોને ત્યાંનો દેખાવ ગમતો હતો. પણ વહાણું વાતા પહે લાં અમને જણાઈ ગયું કે, સુંદર દેખાવવાળી જગ્યા એ કંઈ સુંદર મુકામની જગ્યા હોતી નથી. રાતે રાક્ષસી પવન જાગ્યો. તેની પાછળ તરત જ ખેદાનમેદાન કરતા પવનો છૂટ્યા. તેમનું ધ્યેય અમારા તંબૂના ચૂરેચૂરા કરવાનું લાગ્યું. છેવટે અમારો તંબૂ ઊંચકાયો. પણ અમે બધાંએ અમારા બધા બળથી એક દોરડાને ખેંચ્યું એટલે તે ઊડી ગયો નહીં. બાકી આખો ને આખો હવામાં ઊડત. સીગલેન્ડ પવનના જ ેવો જ અવાજ કરીને ઘૂરકતો હતો. સવાર થતાં અમે ધાબળા ઓઢી લીધા. તંબૂને ઊંચકીને જ ેમતેમ મોટરમાં નાખ્યો અને જ ે સુંદર પ્રદેશે અમને લલચાવીને પવનના તોફાનનો સ્વાદ ચખાડ્યો હતો તે પ્રદેશની સામું પણ જોયા વગર અમે ત્યાંથી ભાગ્યાં. એક સુરક્ષિત જગ્યાએ પહોંચીને અમે કોફી બનાવી અને થોડો આરામ લીધો. ત્યાર બાદ પોશાક સજીને આગળ ચાલ્યાં. આ બધા પડાવોમાં સૌથી અદ્ભુત મુકામ તો અદીરોન્ડેક જંગલની મધ્યે થયો હતો. ત્યાં એવી ગાઢ ઝાડી છે કે ખરા બપોરે પણ મધરાત જ ેવું o

216

[ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં

ચંદુલાલ ભગુભાઈ દલાલ

આ માસમાં મહમદઅલી ઝીણાને ગાંધીજીએ લખેલા પત્રમાં તેમની પ્રાથમિકતા શું રહી છે તેનાથી માહિતગાર થવાય છે. આ પત્રમાં ગાંધીજી ઝીણાને લખે છે કે :“મારું મુખ્ય ધ્યાન રૉલેટ કાયદા ઉપર કેન્દ્રિત થયું છે. તેમાં પંજાબના બનાવો, કાલીનાથ રૉયનો કેસ, ટ્રાન્સવાલ અને સ્વદેશીનો ઉમેરો એટલે તમે જોશો કે કામનો બોજો મારાથી ઉઠાવી શકાય તે કરતાં વધુ ભારે થઈ ગયો છે.” જોકે આ તમામ મુદ્દાઓનો ઉકેલ ગાંધીજી આ પત્રમાં જ જણાવ્યા મુજબ સવિનય કાનૂનભંગમાં જુ એ છે. આગળ એક પત્રમાં તેમણે આ તમામ મુદ્દાઓની વિસ્તારથી વાત કરી છે. આ પત્ર દક્ષિણ આફ્રિકાની એક મહિલા મિત્રને લખ્યો છે; જ ેમાં રૉલેટ કાયદા અંગે સરકારને મળેલી આપખુદ સત્તાઓનો ચિતાર છે. પત્રમાં કાયદા સામે આદરે લા સત્યાગ્રહ દરમિયાન કેવી રીતે દેશના લોકો દ્વારા હિં સા થઈ અને સવિનયભંગની લડત મોકૂ ફ રાખી તેનો પણ સિલસિલાવાર ઉલ્લેખ મળે છે. ઉપરાંત, ट्रिब्यून પત્રના તંત્રી કાલીનાથ રૉયને રાજદ્રોહી લખાણ બદલ બે વર્ષની સજા ફરમાવવામાં આવી હતી, તેની પણ નોંધ ગાંધીજીએ કરી છે. આ દરમિયાન સ્વદેશીના સક્રિય આંદોલનનો પણ આરં ભ થયો છે. આ આંદોલનને તેઓ જોરશોરથી આગળ વધારી રહ્યા છે અને તે માટે ઠેરઠેર ભાષણ પણ કરી રહ્યા છે. સ્વરાજની ચાવી સ્વદેશીમાં જોતા ગાંધીજી મુંબઈમાં એક ભાષણમાં કહે છે કે : “જ્યાં સુધી આપણે શુદ્ધ સ્વદેશી વ્રત ન પાળી શકીએ ત્યાં સુધી આપણે સ્વરાજ્ય નથી મેળવી શકવાના.” હિં દુસ્તાનની અધોગતિનું મૂળ પણ તેઓ 'સ્વદેશી ખોઈ બેઠા છીએ' તે રીતે જુ એ છે. હિં દુસ્તાન આવ્યાને ગાંધીજીને ચાર વર્ષ પૂર્ણ થયાં છે, તેઓ અહીંયાનાં જાહે ર કાર્યોમાં અતિ વ્યસ્ત થઈ ચૂક્યા છે. તેમ છતાં દક્ષિણ આફ્રિકાનાં સહાયક રહે લાં સોંજા શ્લેશિનને જ્યારે તેઓ પત્ર લખે છે ત્યારે ત્યાંના મદદગારોના સ્મૃતિવિચાર સાથે ગમગીની વ્યક્ત કરે છે. તેઓ આ પત્રમાં સોંજાને લખે છે : “અહીં ડૉક નથી. અહીં કૅ લનબૅક નથી. અત્યારે એ ક્યાં છે તે પણ મને ખબર નથી. પોલાક ઇંગ્લંડમાં છે. કાછલિયા અને સોરાબજીની જોડીના કોઈ નથી. રુસ્તમજીની બીજી આવૃત્તિ મળવી તો અશક્ય જ છે. એ કાંઈ વિચિત્ર લાગે એવું છે પણ દક્ષિણ આફ્રિકા કરતાં અહીં મને વધારે એકલું લાગે છે.” ૧૯૧૯ —  જૂ ન

૧ અમદાવાદ.

૨ અમદાવાદ પ્રવચન.

પ્રતિજ્ઞાપત્રમાં સહીઓ કરી. 

અસલાલી : સ્વદેશી વિશે

૩ મુંબઈ.

૪ મુંબઈ : પંજાબના સ્વયંસેવકો મળવા આવ્યા.  સી. પી. રામસ્વામી આયરના સ્વદેશી વિશેના ભાષણમાં પ્રમુખપદે, સમય રાત, સ્થળ મોરારજી ગોકળદાસ હૉલ.

૫થી ૬ મુંબઈ.

૭ મુંબઈ : સત્યાગ્રહીઓએ ગાંધીજીની રૂબરૂ

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

૮ મુંબઈ.

૯ મુંબઈ : ‘ટ્રિબ્યૂન’ના તંત્રી બાબુ કાલીનાથ રૉયને કરે લી સજાની અયોગ્યતા વિશે વાઇસરૉયને લખવાના કાગળનો મુસદ્દો ઘડ્યો.

૧૦ મુંબઈ.

૧૧ મુંબઈ : તા. ૯મીએ ઘડેલો પત્ર રવાના કર્યો અને એ વિશે બીજાઓને લખ્યું.

૧૨ મુંબઈ. 217


૧૩ મુંબઈ : પાયધુની જ ૈન મહિલા સમાજના આશ્રયે સ્ત્રીઓની સભામાં પ્રવચન.

૧૪ મુંબઈ : હિં દની પરિસ્થિતિ અંગે હિં દી વજીર મૉંટેગ્યુને પત્ર લખ્યો.

૧૫ મુંબઈ : સત્યાગ્રહ સભાની કારોબારીની બેઠકમાં હાજર.

૧૬ મુંબઈ : પંજાબના ડૉ. કિચલુ ઉપરના કેસ અંગે કમિશન સમક્ષ જુ બાની આપી.  સ્વદેશી સભાના ઉદ્દેશો અને નિયમો અને સ્વદેશીનાં ત્રણ પ્રકારનાં વ્રતો અંગે પત્રિકા બહાર પાડી.

૧૭ મુંબઈ : જાહે રસભામાં પ્રમુખપદે, વિષય ‘સ્વદેશી’, સ્થળ કરનાક બંદર સામે મૂળજી હરિદાસનું લોખંડનું ગોડાઉન.

૧૮ મુંબઈ : વાઇસરૉયને ખબર આપી કે સત્યાગ્રહ શરૂ થશે, અને હાલ તરત તો હં ુ એકલો જ કરીશ.  શુદ્ધ સ્વદેશી કાપડ ભંડાર ખુલ્લો મૂક્યો, સ્થળ મોરારજી ગોકળદાસ મારકીટ.  સત્યાગ્રહીઓની ખાનગી સભા, રાત્રે.

૧૯ મુંબઈ : સ્વદેશી સભાના આશ્રયે મળેલી જાહે રસભામાં પ્રમુખસ્થાને, સ્થળ મોરારજી ગોકળદાસ હૉલ.

૨૦ મુંબઈ : મીઠા ખાતાના અધિકારી પાસેના અમુક જૂ ના હે વાલો વાંચવા દેવા પરવાનગી માગી.1

સભાના આશ્રયે મળેલી જાહે રસભામાં પ્રમુખપદે, સ્થળ મોરારજી ગોકળદાસ હૉલ.  ઠરાવ મુજબ હિં દી વજીરને તાર કર્યો.

૨૧થી ૨૨ અમદાવાદ.

૨૩ અમદાવાદ : સ્વદેશી વ્રતધારીઓની સભામાં પ્રમુખપદે, સમય સાંજ, સ્થળ પ્રેમાભાઈ હૉલ. સ્વદેશી સભાની સ્થાપના.

૨૪ મુંબઈ : રૉલેટ કાયદાનો અને હૉર્નિમૅનની દેશપારીનો વિરોધ કરવા માટે, સત્યાગ્રહ

1. મીઠાના કાયદા સામેના સત્યાગ્રહના એંધાણ!

૨૫ મુંબઈ : પોલીસ કમિશનર સાથે ચર્ચા.

૨૬ મુંબઈ : કાલીનાથ રૉય અંગેનો પત્ર મોકલવામાં થયેલી ઢીલ માટે માફી માગતો પત્ર સર નારાયણ ચંદાવરકરને લખ્યો.  એ વિશે વાઇસરૉયને પત્ર લખ્યો. તા.   ૨૪મીએ થયેલો ઠરાવ ગવર્નરને મોકલ્યો.

૨૭ મુંબઈ : તા. ૧૮મીએ વાઇસરૉયને ખબર આપી હતી એ મતલબનો કેબલ હિં દી વજીરને કર્યો.  રૉલેટ કાયદાનો અને હૉર્નિમૅનની દેશપારીનો વિરોધ કરતી જાહે રસભામાં પ્રમુખપદે, સ્થળ શાંતારામની ચાલી.

૨૮ મુંબઈ : કચ્છ જ ૈન એસોસિયેશનના આશ્રયે, ભુલેશ્વર માધવબાગની પાછળ આવેલા લાલબાગના જ ૈન ઉપાશ્રયમાં, મંડળાચાર્ય કમલસુરીશ્વરના પ્રમુખપદે, સ્વદેશી વિશે પ્રવચન.  વાઇસરૉયને પત્ર-સત્યાગ્રહ શરૂ કરવા વિશે.  ઝીણાને (એ વખતે એ વિલાયત હતા) લખ્યું : ‘પાછા આવતા પહે લાં ગુજરાતી અને હિં દી શીખી લેજો, અને મિસિસ ઝીણા ચરખા વર્ગમાં જોડાશે ને?’  જાહે રસભામાં પ્રમુખપદે, વિષય ‘સ્વદેશી’, વક્તા જી. બી. દેશપાંડ.ે

૨૯ અમદાવાદ : સવારે વનિતા વિશ્રામના મકાનનો પાયો નાખ્યો.  સ્વદેશી સભાના આશ્રયે ભાષણ. સ્થળ પ્રેમાભાઈ હૉલ.

૩૦ અમદાવાદ : પોલીસ અધિકારીને લખ્યું‘સત્યાગ્રહ શરૂ કરવાનો હોઈશ ત્યારે તમને સમયસર ખબર આપીશ.’

o

218

[જૂ ન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25 પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

219


‘નવજીવન સાંપ્રત’ અંતર્ગત પત્રકાર-કટારલેખક મણિલાલ એમ. પટેલનાં બે પુસ્તકો પ્રકાશિત થયાં છે. એક, ‘પ્રજાજીવનના પ્રવાહો’ અને બીજુ ,ં ‘ગ્રામીણ વિકાસના ચાર સ્તંભ.’ જાહે ર મુદ્દાઓ પર મણિલાલ પટેલની વિશેષ ટિપ્પણી રહી છે અને તેથી જ તેઓ મુખ્યધારાના અખબાર-સામયિકમાં નિયમિત રીતે લખતા રહ્યા છે. હાલમાં પ્રકાશિત થયેલાં તેમનાં બંને પુસ્તકો આ લખાણોમાંથી જ પસંદ કરે લા લેખોનો સંપુટ છે. ગ્રામીણ પત્રકારત્વમાં દાખલારૂપ બની શકે તેવા પુસ્તક ‘ગ્રામીણ વિકાસના ચાર સ્તંભ’માંથી એક લેખ અહીં મૂકીએ છીએ. ...

ડૉ. કુ રિયનનું ગ્રામીણ પત્રકારત્વનું સ્વપ્ન જાણીતા વરિષ્ઠ પત્રકાર બી. જી. વર્ગીસને

ડૉ.   કુરિયને કહ્યું હતું કે, મારે ગુજરાતમાં ગ્રામીણ પત્રકારત્વને લક્ષમાં રાખીને કૃ ષિ, પશુપાલન, પંચાયતી રાજ અને સહકારી સંસ્થાઓને સુદૃઢ બનાવે તેવું એક ગ્રામીણ દૈનિક પત્ર શરૂ કરવું છે તો તે માટે કોઈ યોગ્ય પત્રકારો શોધી આપો. વર્ગીસે સેવા સંસ્થાનાં મોભી ઇલાબહે ન ભટ્ટને કહ્યું. ઇલાબહે ને મને કહ્યું કે તમને ગ્રામીણ પ્રશ્નોમાં રસ છે, માટે તમે ડૉ. કુ રિયનને મળો. આથી ડૉ. કુ રિયનને મળવા હં ુ આણંદ ગયો. શ્વેતક્રાંતિના જનકને પત્રકારત્વ વિશે પણ કેવી ઊંડી અને તલસ્પર્શી સમજ હતી તેની પ્રતીતિ મને તેમની મુલાકાતથી સુપેરે થઈ. કુ રિયને કહ્યું કે, મારે ગ્રામીણ અને વિકાસશીલ બાબતોને પ્રાધાન્ય આપતું દૈનિક શરૂ કરવું છે. જ ેમાં અર્થઘટનો કરતાં માહિતીને વધુ પ્રાધાન્ય હોય. જ ે માહિતી ખેડૂતો, પશુપાલકો, સહકારી અને પંચાયતી રાજના

ડૉ. કુ રિયન

220

મણિલાલ એમ. પટેલ

અગ્રણીઓને તેમના કાર્યને વેગ આપી શકે તેવી હોય, આજના પત્રકારત્વમાં આ બધી બાબતોને બહુ ઓછી જગ્યા યા સ્થાન મળે છે. મેં કહ્યું કે કામ કપરું છે. એનું માળખું રચવું ઘણું કપરું છે. ગ્રામીણ પસંદગીનાં ચાર ક્ષેત્રોના સમાચારો મગાવવા, છાપું સવારે ગામડા સુધી પહોંચાડવું, તેનું વિતરણ, ગ્રામીણ પત્રકારત્વને ધ્યાનમાં રાખીને લખી શકે તેવા વ્યક્તિઓની ગામડામાં કમી વગેરે અનેક પડકારો અને પ્રશ્નો   છ.ે ડૉ. કુ રિયને કહ્યું કે, સમાચારો મેળવવાનું કે છાપાં લાવવા લઈ જવાનું કોઈ નવું માળખું ઊભું કરવાની જરૂર નથી. અમારાં દૂધનાં વાહનો સાથે દૈનિકો કરતાંય વહે લું આપણું છાપું ગામડે પહોંચી જશે. રહી વાત ગ્રામીણ પત્રકારોની. આપણને કેવી લેખન સામગ્રીની જરૂર છે તેની દૂધમંડળીઓના મંત્રી, કર્મચારી કે અન્ય રસ ધરાવતા હોદ્દેદારોને યોગ્ય તાલીમ આપીશું અને તેમની પાસેથી જ મેળવીશું. મને થયું કે આ માણસ માત્ર દૂધની સહકારી પ્રવૃત્તિના નિષ્ણાત નથી પણ બીજુ ં પણ ઘણું તેમની પાસે છે. દૂધની સહકારી પ્રવૃત્તિનો ગ્રામીણ વિકાસ માટે કેવી રીતે બરાબર ઉપયોગ કરી શકાય તેનું સ્પષ્ટ ચિત્ર તેમની પાસે હતું. કમનસીબે કોઈ કારણસર ડૉ. કુ રિયનનું આ સ્વપ્ન અધૂરું રહ્યું, પણ આ [ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


માણસ દીર્ઘદૃષ્ટિવાળો, દૂરંદેશી અને પ્રયોગશીલ હતો તેનો આ જીવતો-જાગતો પુરાવો છે. દૂધ જ ેવી સફળતા તેલનું સહકારી માળખું વિકસાવવામાં તેમને ન મળી, છતાં આ માણસ સતત પ્રયોગશીલ કર્મયોગી રહ્યો. ગુલઝારીલાલ નંદા, કાકાસાહે બ કાલેલકર, વાસુદેવ માવલંકર અને ફાધર વાલેસની પેઠ ે ડૉ. કુ રિયન એક સવાઈ ગુજરાતી બની રહ્યા. તેમની અમૂલ બ્રાન્ડ અને એનડીડીબીની સ્થાપનાની નોંધ લેવાય છે પણ ગ્રામીણ મેનેજરો ઊભા કરવા ઇરમાની સ્થાપના એ એમનું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ કદમ છે. મંથન ફિલ્મ અને પીજ ટી.વી. કેન્દ્રની સ્થાપનામાં તેમનું યોગદાન નોંધપાત્ર છે. ડૉ. કુ રિયન જ ેટલા પ્રામાણિક હતા તેટલા જ પુરુષાર્થી અને પડકારોને પહોંચી વળવાનું સામર્થ્ય ધરાવતા હતા. હોદ્દા પર રહ્યા ત્યાંથી નિવૃત્તિ સુધી માસિક રૂ. ૫,૦૦૦ અને નિવૃત્તિ બાદ એક રૂપિયો ટોકન માનદ વેતનથી તેમણે દૂધની સહકારી પ્રવૃત્તિને જીવન સમર્પિત કર્યું. સરદારનાં પુત્રી કુ . મણિબહે ન પટેલે તાજાં પરણીને આવેલાં ડૉ. કુ રિયનનાં પત્નીને મજાકમાં કહે લું કે, તું તો અેની બીજી પત્ની છે. એની પહે લી પત્ની અમૂલ છે! ડગલે ને પગલે અમલદારશાહી અને સરકારો સાથે સંઘર્ષ તેમના માટે સામાન્ય હતો. એટલે જ તો કદાચ રાજ્યના વિધિવત્ સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનના હકદાર બનવાનું તેમના નસીબમાં ન આવ્યું. ડૉ. કુ રિયનની આત્મકથા ‘મારું સ્વપ્ન’ના પાના નં. ૧૦૪ પર ડૉ. કુ રિયન લખે છે કે, જ ેટલી મોટી કટોકટી એટલું તેની સાથે બાથ ભીડવાના, તેની સામે શિંગડાં ઉગામીને તેનો સામનો કરવાની અને તેને ઝંઝોડી નાખીને હરાવવાની મને વધુ ચળ ઉપડતી અને હં ુ મારે જ ે જોઈતું હોય તે ન મળે ત્યાં સુધી મચી જ પડતો. પાના નં. ૧૦૫ પર ડૉ.   કુરિયને નોંધ્યુ છે કે, ‘આપણામાં વસાહતી नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

દૂધની સહકારી પ્રવૃત્તિનો ગ્રામીણ વિકાસ માટે કેવી રીતે બરાબર ઉપયોગ કરી શકાય તેનું સ્પષ્ટ ચિત્ર તેમની પાસે હતું. કમનસીબે કોઈ કારણસર ડૉ.   કુરિયનનું આ સ્વપ્ન અધૂરું રહ્યું, પણ આ માણસ દીર્ઘદૃષ્ટિવાળો, દૂરંદેશી અને પ્રયોગશીલ હતો તેનો આ જીવતો-જાગતો પુરાવો છે

માનસ એવું ઘર કરી ગયું છે કે, વિશ્વ ભારતીય વ્યક્તિને ઓળખી બતાવે પછી આપણે તેને પૂજવા લાગીએ. રવીન્દ્રનાથ ટાગોરના કિસ્સામાં આવું જ બનેલું. મને જ્યારે આંતરરાષ્ટ્રિય સન્માન મળ્યું ત્યાર પછી જ આપણા દેશમાં મારી કંઈ કદર થઈ હતી.’ ભારતને ડેરી ટેક્નોલૉજીની સહાય આપવાનો ઇનકાર કરે લ નેસ્લે કંપની બે જ વર્ષમાં ડૉ.   કુરિયનની શરતે ટેક્નોલૉજી આપવા સંમત થઈ તે નાનીસૂની ઘટના ન હતી. ધાર્યું હોત તો અમૂલ થકી જ ઇચ્છિત રાજકીયપદ મેળવી શકત યા અન્ય ખાનગીક્ષેત્રમાં જઈને પૈસા કમાઈ શકત પણ તેઓ આજીવન ખેડૂતોના રાષ્ટ્રવાદી ટેક્નોક્રેટ રહ્યા. ડૉ. કુ રિયન ખુમારીથી અને ગૌરવભેર કહે તા કે, હં ુ સરકારનો નહીં, ખેડૂતોનો સેવક છુ .ં મારા જ ેવા બિનગુજરાતી ખ્રિસ્તીને ગુજરાતી પ્રજાએ જ ે પ્રેમ અને વિશ્વાસ આપ્યો છે તેનાથી વધુ મારે શું જોઈએ? આજ ે બનાસકાંઠા, મહે સાણા અને સાબરકાંઠા જ ેવા પાણીની કાયમી અછતવાળા જિલ્લાની ડેરીઓ લાખો લિટર દૂધ દરરોજ એકત્ર કરે છે અને દેશમાં અમૂલ જ ેવી સેંકડો સહકારી 221


ડેરીઓ છે કે જ ેણે લાખો પશુપાલકોને લાભાન્વિત કર્યાં છે. આજ ે કચ્છની ડેરીનો ઊંટડીના દૂધનો આઇસક્રીમ બનાવવાનો પ્લાન્ટ કે દૂધસાગર ડેરી ૩૦ દિવસ સુધી રાખવા છતાં બગડે નહીં તેવું દૂધ બજારમાં મૂકી શકે છે. તેના પાયામાં ડૉ. કુ રિયનની સંશોધનાત્મક પ્રયોગશીલ તાલીમ અને દૃષ્ટિ છે. ડૉ. કુ રિયને સફે દ દૂધનું સોનામાં રૂપાંતર કર્યું. ડૉ.   કુરિયનની ઇચ્છા મુજબ ગ્રાહક અને ઉત્પાદક બંનેને ફાયદાકારક માર્ગ શોધવો અને દેશભરમાં ગુજરાત જ ેવી નમૂનેદાર દૂધની સહકારી પ્રવૃત્તિ વિકસાવવી એ જ ડૉ. કુ રિયનને સાચી અંજલિ છે. જવાહરલાલથી માંડીને ડૉ.   મનમોહન સુધીના ગમે તે પક્ષના વડાપ્રધાનો માટે દૂધના સહકારી ક્ષેત્ર માટે ડૉ. કુ રિયનની સલાહ શિરોમાન્ય ગણાતી તે જ તેમના સમર્પિત જીવનનું જીવંત ઉદાહરણ છે. અમૂલ બ્રાન્ડ આજ ે મૂલ્યવાન બની છે ત્યારે દૂધના સહકારી ક્ષેત્રને સરકારી કે કૉર્પોરે ટ એરું આભડી ન જાય તેની સતત કાળજી રાખવી અને દૂધ ઉત્પાદક તથા ગ્રાહક બંનેનું ધ્યાન રાખવું તે જ ડૉ. કુ રિયનને સાચી અંજલિ છે. ભીષ્મ પિતામહ સમર્થ હોવા છતાં અન્યાય કરનારની સાથે રહ્યા

ડૉ.   કુરિયને નોંધ્યુ છે કે, ‘આપણામાં વસાહતી માનસ એવું ઘર કરી ગયું છે કે, વિશ્વ ભારતીય વ્યક્તિને ઓળખી બતાવે પછી આપણે તેને પૂજવા લાગીએ. રવીન્દ્રનાથ ટાગોરના કિસ્સામાં આવું જ બનેલું. મને જ્યારે આંતરરાષ્ટ્રિય સન્માન મળ્યું ત્યાર પછી જ આપણા દેશમાં મારી કંઈ કદર થઈ હતી

હતા જ્યારે ડૉ. કુ રિયને તો હં મેશાં દૂધ ઉત્પાદકોના હિતચિંતક તરીકે શાસન સામે અવાજ ઉઠાવ્યો છે માટે તેઓ ગુજરાતના લોકોના દિલ અને દિમાગમાં સદાય ચિરં જીવી રહે શે. અનેક વિશ્વ સન્માન મેળવનાર ડૉ. કુ રિયન ‘ભારતરત્ન’ જ ેવા દેશના સર્વોચ્ચ સન્માનથી વંચિત રહ્યા કે રખાયા તે આપણું સૌથી મોટુ ં દુર્ભાગ્ય છે. દિવ્ય ભાસ્કર (૧૪-૦૯-૨૦૧૨)

o

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

જુ લાઈ, ૨૦૧૯ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. સુશ્રી ભાવનાબહે ન ર. પંચાલ, પ્રકાશન વિભાગ, શ્રી શિવાભાઈ શા. પરમાર, પ્રકાશન વિભાગ, શ્રી વિવેક જિ. દેસાઈ, મૅનેજિગં ટ્રસ્ટી,

222

• જ. તા. ૦૨-૦૭-૧૯૬૬ • ૧૭-૦૭-’૫૭ • ૩૧-૦૭-’૬૭

[ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


૨૨૩

ગ્રામીણ વિકાસના ચાર સ્તંભ

પ્રજાજીવનના પ્રવાહો

પૃષ્ઠ : ૧૬૦ | 5.5" × 8.5" | પૅપરબૅક | રૂ. ૧૩૦

પૃષ્ઠ : ૧૬૮ | 5.5" × 8.5" | પૅપરબૅક | રૂ. ૧૩૦

“ખેતી અને પશુપાલન બંને ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. આ પુસ્તક લેખકે પશુપાલનના પાસાં ઉપર પ્રકાશ પાડ્યો છે. ‘શ્વેતક્રાન્તિ’થી લઈ ‘પશુપાલકોની દુર્દશા’ સુધીના વિષયો ઉપર પુસ્તકમાં લેખો છે. ગ્રામીણ વિકાસનાં પાસા સમગ્ર દૃષ્ટિકોણથી જોવા સમજવા માટે આ પુસ્તક એક હાથવગો સંદર્ભગ્રંથ બની શકે તેમ છે. એમાં ગ્રામજગતના પ્રશ્નો, પડકારો અને વિકાસ આલેખનું વિહં ગાવલોકન છે. પુસ્તકમાં ગ્રામીણ જીવનની સંસ્કૃતિની ઝાંખી પણ અને આધુનિક ટેક્નોલોજી સાથે તાલ મેળવતાં ગામોની વિગત પણ છે. ગ્રામીણ જીવનની ઝીણી-ઝીણી વિગતો જ ે રીતે લેખકે લેખમાં વણી છે તે જોતાં ખ્યાલ આવે છે કે તેઓ દેહથી તો શહે રમાં આવીને વસ્યા છે પરં તુ તેમના હૃદયમાં હજુ યે ગામડુ ં ધબકે છે.” — ડૉ. સોનલ ર. પંડ્યા [પુસ્તકની પ્રસ્તાવનામાંથી]

“વિવિધ દૈનિકો અને સાપ્તાહિક સહિતનાં પ્રકાશનોમાં પ્રગટેલા મણિલાલના લેખોના આ સંપુટને આવકારવાનું સહજ સ્વીકારી લેવાનું અમે કબૂલ્યું એની પાછળ મણિલાલના પ્રત્યેક લેખમાં પ્રગટતો એમનો અનુભવઅર્ક છે, એવું કહે વામાં સહે જ પણ અતિશયોક્તિ નથી. લેખનમાં એ વાચકને અને એમાંય સાવ સાદાસીધા ગામડાના અને શહે રના, બહુ ના ભણેલા, વાચકને કેન્દ્રમાં રાખીને લખે છે. વિશેષણોના અંબારને બદલે સીધું ને સટ કહે વાનું એમને ફાવે છે. ક્યારે ક ઉપદેશક લાગે, પણ કહે વાનું જ ે જરૂરી લાગે એ ખોંખારીને કહે વામાં એ શબ્દો ચોરે તો મણિલાલ નહીં.” — ડૉ. હરિ દેસાઈ [પુસ્તકની પ્રસ્તાવનામાંથી]


કળાની કેળવણી

૨૨૪


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.