Navajivanno Akshardeh July August 2020

Page 1

વર્ષૹ ૦૮ અંકૹ ૭-૮ સળંગ અંકૹ  ૮૭-૮૮ •  જુલાઈ-ઑગસ્ટ ૨૦૨૦

છૂ ટક કિંમત ઃ _ ૨૫

વિશેષ

197


અંકૹ ૭-૮ વર્ષૹ ૦૮ સળંગ અંકૹ  ૮૭-૮૮ •  જુલાઈ-ઑગસ્ટ ૨૦૨૦ છૂ ટક કિંમત ઃ _ ૨૫ તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર આવરણ ૧ હિં દસ્વરાજ પુસ્તકના મુખપૃષ્ઠની તસવીર આવરણ ૪ આજનાં છાપાંઓ અને જાહે રખબર હિં દુસ્તાનનું ધોળું બજાર

 સંપાદકીય. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . .૧૯૯ ૧. હિં દ સ્વરાજ પર ચર્ચા . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ડબલ્યુ જ ે. વાઈબર્ગ. . . ૨૦૪ ૨. ડબ્લ્યુ. જ ે. વાઈબર્ગને જવાબ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી. . . ૨૦૮ ૩. હિં દ સ્વરાજ: સાચા સ્વરાજની દીર્ઘદૃષ્ટિ. . . . . . . . . . . .સંપાદક (ગાં. અ. ગ્રંથ ૧૦). . . ૨૧૨ ૪. હિં દ સ્વરાજ: માનવ સુખાકારીનો દસ્તાવેજ. . . . . . . . . . . . . . . . . મહાદેવ દેસાઈ. . . ૨૧૫ ૫. હિં દ સ્વરાજ: ગાંધીજીના જીવનકાર્યની રૂપરે ખા આલેખતું પુસ્તક. . . . પ્રભુદાસ ગાંધી. . . ૨૨૦ ૬. ગાંધીનું ‘સરમન ઑન ધ સી’. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . જિતેન્દ્ર દેસાઈ. . . ૨૨૩ ૭. ‘હિં દ સ્વરાજ’— આજ ે જગતના ચોકમાં. . . . . . . . . . . . . . . . . . . . . . કાંતિ શાહ. . . ૨૨૮ ૮. ઔદ્યોગિક સંસ્કૃ તિ અને હિં દ સ્વરાજ. . . . . . . . . . . . . . . . . . . . . નિરં જન ભગત. . . ૨૩૩ ૯. આધુનિક સુધારાની ટીકાઓ : સમીક્ષા. . . . . . . . . . . . . . . . . . . .રમેશ બી. શાહ. . . ૨૪૦ ૧૦. હિં દ સ્વરાજ વિશે ટૂ કં નોંધ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ત્રિદીપ સુહૃદ. . . ૨૪૫ ૧૧. હિં દ સ્વરાજનો કર્ણવેધી શબ્દ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . અશ્વિનકુ માર. . . ૨૫૧ ૧૨. પ્રકાશનક્ષેત્રના અગ્રણી ભરતભાઈ અનડાની વિદાય. . . . . . . . . . . . . . . . . . . . . .. . .૨૫૩ ૧૩. કલકત્તાનો ચમત્કાર : ગાંધીજીના અંતિમ દિવસોનો દસ્તાવેજ. . . . . . . . . રામ મોરી. . . ૨૫૪ ૧ ૪. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . . . . . . . . . . . .ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૨૫૮  ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…. . . . . . . . . . . . . . . . . . .. . . ૨૬૧

[હરિજનબંધુ : ૩૧-૭-૧૯૫૪]

વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે: કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૨૦)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૨૦ એ ૨૦૨૦નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૧૯૮


હિં દ સ્વરાજ વિશેષ હિં દ સ્વરાજનું પુનઃ પ્રસ્તુતિનું પ્રયોજન આઝાદી માસ અને માનવજાત સામે આવેલી કટોકટી છે. જ ે સુધારાની ગાંધીજીએ ભારોભાર ટીકા કરી છે, તે સુધારાના અનિષ્ટમાં છેલ્લા છ મહિનાથી આખું વિશ્વ સપડાયું છે. અત્યાર સુધી માનવ સામે ટુકડે ટુકડે આફતો આવતી રહી અને તેના હં ગામી ઉકેલો શોધીને તે મજલ કાપતો રહ્યો. હાલનો કાળ એ રીતે વેગળો છે. આ સંકટ સર્વવ્યાપી છે અને તેનો તોડ લાંબો સમય વીતી ગયો છતાં શોધી શકાયો નથી. આ સ્થિતિ આવી તેમાં જ ે-જ ે બાબતોએ ભાગ ભજવ્યો તેને ટાળી શકાય તેવાં સૂચન ગાંધીજી હિં દ સ્વરાજમાં જ કરી ચૂક્યા છે. હિં દ સ્વરાજની પૂર્વભૂમિકા વિશે આવી અસંખ્ય બાબતો લખી શકાય. પૂર્વે લખાઈ પણ છે. સ્થાનિકથી માંડીને આર્યન પાથ જ ેવા સામયિકના વિશેષાંકમાં હિં દ સ્વરાજની ચર્ચા વિદ્વાનોએ વિસ્તૃત રીતે કરી છે. ગાંધીસાહિત્યમાં અતિચર્ચિત આ પુસ્તક ગાંધીવિચારોનું કેન્દ્રબિંદુ તરીકે ઓળખી શકાય. હિં દ સ્વરાજ વિશે ખૂબ લખાયું છે. સમયાંતરે અને વિવિધ દૃષ્ટિકોણથી. આ અંક તે લખાણોને સંપાદિત રૂપે મૂકવાનો એક નમ્ર પ્રયાસ છે. શક્ય છે તેમાં કશી મર્યાદા રહી હોય; પણ જ ેટલું મૂક્યું છે તે આ પુસ્તકને અને ગાંધીવિચારને જાણવા-સમજવા ઉપયોગી થાય એમ છે. જુ લાઈ-ઑગસ્ટનો અંક સાથે પ્રકાશિત થઈ રહ્યો છે. આશા છે આપને ગમશે. આ સાથે સૌ વાચકોને નિયમિત અંક મેળવવા ચૂક્યા વિના લવાજમ ભરવા વિનંતી. — સંપાદક

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

199


હિં દ સ્વરાજ : એક અમર કૃ તિ

કાકા કાલેલકર

ગાંધીજીએ લંડનથી દક્ષિણ આફ્રિકા પાછા વળતી વખતે રસ્તામાં જ ે સંવાદ લખ્યો હતો તે હિં દ સ્વરાજ ના નામે છપાયો. દક્ષિણ આફ્રિકામાં રહે નારા ભારતીઓના હક્કો માટે સતત લડત ચલાવતા ગાંધીજી સને ૧૯૦૯માં લંડન ગયા હતા. ત્યાં કેટલાક સ્વરાજપ્રેમી ક્રાંતિકારી ભારતીય યુવાનો તેમને મળ્યા હતા. તે બધાની સાથે ગાંધીજીની જ ે વાતો થઈ તેનો જ સાર ગાંધીજીએ એક કાલ્પનિક સંવાદ તરીકે વણી કાઢ્યો હતો. આ સંવાદમાં ગાંધીજીના તે ગાળાના બધા જ મહત્ત્વપૂર્ણ વિચારો સમાયેલા છે. પુસ્તક વિશે ગાંધીજીએ પોતે કહ્યું છે કે, “મારા અભિપ્રાય પ્રમાણે આ ચોપડી એવી છે જ ે બાળકના હાથમાં પણ મૂકી શકાય. તે દ્વેષધર્મની જગાએ પ્રેમધર્મ શીખવે છે; હિં સાને સ્થાને આપભોગને મૂકે છે; પશુબળની સામે ટક્કર ઝીલવા આત્મબળને ખડુ ં કરે છે.” ગાંધીજી એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે પશ્ચિમના દેશોમાં; યુરોપ–અમેરિકામાં જ ે આધુનિક સભ્યતા ઊભરાઈ રહી છે, તે કલ્યાણકારી નથી. માનવીનાં હિતોની દૃષ્ટિએ તે સત્યાનાશકારી છે. ગાંધીજીનું માનવું હતું કે ભારતમાં અથવા આખા વિશ્વમાં પ્રાચીન કાળથી જ ે સભ્યતા ચાલી આવેલી છે તે જ સાચી સભ્યતા છે. 200

[ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજી કહે તા હતા કે ભારતમાંથી અંગ્રેજોને તેમ જ તેમના રાજને કાઢી નાખવાથી સાચી સભ્યતાવાળું સ્વરાજ્ય મળવાનું નથી. આપણે અંગ્રેજોને કાઢી નાખીએ અને તેમની સભ્યતા તેમ જ તેમના આદર્શોને વળગી રહીએ એથી આપણો ઉદ્ધાર થવાનો નથી. આપણે આપણા આત્માને નમાવી લેવાનો છે. ભારતના કેટલાક ભણેલા-ગણેલા લોકો પશ્ચિમના મોહમાં ફસાયા છે. જ ે લોકો પશ્ચિમના પ્રભાવમાં નથી આવ્યા તે બધાને ભારતની ધર્મપરાયણ નૈતિક સભ્યતામાં વિશ્વાસ છે. તેમને જો આત્મશક્તિનો પ્રયોગ કરવાની પદ્ધતિ શિખવાડવામાં આવે, સત્યાગ્રહનો રસ્તો બતાડવામાં આવે; તો તેઓ પશ્ચિમની રાજ્યપદ્ધતિનો અને તેના વડે થઈ રહે લા અન્યાયનો મુકાબલો કરી શકશે અને શસ્ત્રબળ વાપર્યા સિવાય ભારતને આઝાદ કરીને સમગ્ર વિશ્વને પણ નમાવી શકશે. પશ્ચિમનું શિક્ષણ તેમ જ પશ્ચિમનું વિજ્ઞાન આપણા દેશમાં અંગ્રેજોના આધિપત્યના જોર પર આવ્યાં. સંસ્કૃતિના ઉત્થાન માટે તેમની ટ્નરે ો, તેમની ચિકિત્સા અને હૉસ્પિટલો, તેમનાં ન્યાયાલયો તથા તેમની ન્યાયપદ્ધતિઓ વગેરે અગત્યનાં નથી; બલ્કે વિનાશક જ છે—જ ેવી વાતો ગાંધીજીએ સ્પષ્ટપણે આ પુસ્તકમાં કહી છે. આ પુસ્તક મૂળ તો ગુજરાતીમાં લખાયું હતું. એના હિં દુસ્તાનમાં આવતાની સાથે જ મુંબઈ સરકારે એને આક્ષેપકારી ઠરાવીને જપ્ત કરી લીધું. પછી ગાંધીજીએ વિચાર્યું કે હિં દ સ્વરાજ માં મેં જ ે કંઈ લખ્યું છે, તેને તે જ સ્વરૂપમાં અંગ્રેજી જાણનારા મિત્રો અને વિવેચકો આગળ મૂકવું જોઈએ. ગુજરાતી હિં દ સ્વરાજ નો તેમણે પોતે જ અનુવાદ કર્યો અને છપાવરાવ્યું. મુંબઈ સરકારે તેને પણ આક્ષેપાર્હ ઠરાવ્યું. દક્ષિણ આફ્રિકાનું તેમનું બધું કામ પૂરું કરીને नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

ગાંધીજી સને ૧૯૧૫માં ભારત આવ્યા. તે પછી જ્યારે સત્યાગ્રહ કરવાનો પહે લો અવસર આવ્યો, ત્યારે તેમણે મુંબઈ સરકારના હુકમના વિરોધમાં હિં દ સ્વરાજ નું પ્રકાશન કરાવરાવ્યું. મુંબઈ સરકારે એનો વિરોધ કર્યો ન હતો. ત્યારથી આ પુસ્તક મુંબઈ રાજ્યમાં, આખા ભારતમાં તેમ જ વિશ્વમાં ગંભીર વિચારકોની વચ્ચે ખૂબ જ ધ્યાનપૂર્વક વંચાય    છ.ે સ્વ. ગોખલેજીએ આ પુસ્તકના વિશ્લેષણને કાચું કહીને નાપસંદ કર્યું હતું અને આશા રાખેલી કે ભારતમાં પાછા આવીને ગાંધીજી જાતે પણ આ ચોપડીને રદ કરશે. પણ આવું થયું નહીં. ગાંધીજીએ થોડુઘં ણું ફે રબદલ કરીને કહ્યું કે, જો હં ુ આજ ે આ પુસ્તકને ફરીથી લખત તો આની ભાષામાં નક્કી થોડાક સુધારાવધારા કરત, પણ મારા મૂળ વિચારો તે જ છે; જ ે મેં આ પુસ્તકમાં વ્યક્ત કર્યા છે. …ગાંધીજીનાં બધાં જીવનકાર્યોના મૂળમાં જ ે શ્રદ્ધાએ અગત્યનો ભાગ ભજવ્યા કર્યો હતો તે બધું જ હિં દ સ્વરાજ માં જોવા મળે છે. તેથી ગાંધીજીના વિચારસાગરમાં આ નાનકડી ચોપડીનું મહત્ત્વ અસાધારણ છે. ભારત ગાંધીજીએ દોરે લા અહિં સક માર્ગે ચાલીને સ્વતંત્ર થયું. અસહયોગ, સવિનય કાનૂનભંગ તેમ જ સત્યાગ્રહ; આ ત્રણે પગલાં વડે ગાંધીજીએ સ્વરાજ્યનો રસ્તો પાર કર્યો. આપણે એને ચમત્કારમય બનાવોનો ત્રિવિક્રમ કહી શકીએ. વિશ્વની અન્ય શ્રેષ્ઠ વિભૂતિઓના પ્રયત્નોના જ ે હાલ થતા આવ્યા છે તેવા જ હાલ ગાંધીજીના પ્રયત્નોના થયા. ભારતે, ભારતના આગેવાનોએ અને એક રીતે કહી શકાય કે ભારતની પ્રજાએ પણ ગાંધીજીના પ્રયત્નોથી પ્રાપ્ત થયેલા સ્વરાજ્યરૂપી ફળને આવકારી લીધું; પરં તુ તેમની જીવનદૃષ્ટિને પૂરેપૂરી 201


અપનાવી નહીં. આજ ે ભારતમાં એવી શિક્ષણપદ્ધતિ પ્રચલિત થઈ છે જ ેમાં ધર્મપરાયણ, નીતિપ્રધાન જૂ ની સંસ્કૃતિની પ્રતિષ્ઠા થતી નથી. ન્યાયદાન પશ્ચિમની પદ્ધતિથી થઈ રહ્યું છે. એની તાલીમ આજ ે પણ અંગ્રેજોના વખત જ ેવી જ છે. અધ્યાપક, વકીલ, ડૉક્ટર, એન્જિનિયર તેમ જ રાજકારણી આગેવાનો; આ પાંચે ભેગા થઈને ભારતના સામાજિક જીવનને પશ્ચિમની પદ્ધતિ સાથે ચલાવી રહ્યા છે. આપણે જો પશ્ચિમના વિજ્ઞાન અને યાંત્રિક કૌશલ્ય(ટેક્નૉલૉજી)નો આધાર ન લઈએ અને ગાંધીજીના જ સાંસ્કૃતિક આદર્શોનો સ્વીકાર કરીએ તો ભારત જ ેવો મહાન દેશ સઉદી અરે બિયા જ ેવા નજીવા દેશોના ધોરણે પહોંચી જશે—એવો ભય આજના ભારતના બધા પક્ષોના આગેવાનોને છે. ભારત શાંતિવાદી છે, યુદ્ધવિરોધી છે. વિશ્વના સામ્રાજ્યવાદ, ઉપનિવેશવાદ, શોષણવાદ, રાષ્ટ્રરાષ્ટ્ર વચ્ચે વ્યાપ્ત ઊંચનીચ ભાવના—આ બધાંના વિરોધનું મીંઢળ ભારત સરકારે એના હાથ પર બાંધ્યું છે. છતાં પણ ગાંધીજીએ એમના પુસ્તક હિં દ સ્વરાજ માં જ ે આદર્શને પુરસ્કૃત કર્યો છે તેને તો એણે અસ્વીકાર્ય જ ગણ્યો છે. આ પ્રમાણેના નવા ભારતમાં અંગ્રેજી ભાષાનો જ પ્રભાવ વ્યાપી રહે ; તે સહજ છે. એકલું અમેરિકા જ નહીં, પણ રશિયા, જર્મની, ચેકોસ્લોવૅકિયા, જાપાન વગેરે વિજ્ઞાનપરાયણ દેશોની મદદથી ભારત યંત્ર-સંસ્કૃતિ તરફ ધસી રહ્યું છે અને એની આંતરિક નિષ્ઠા એવું માની રહી છે કે આ જ સાચો રસ્તો છે. પૂ. ગાંધીજીના વિચારો જ ેવા છે, તેવા બિલકુ લ ન ચાલી શકે. આ નવી નિષ્ઠા એકલા નેહરુજીની જ નહીં; પણ મોટે ભાગે આખા દેશની છે. શ્રી વિનોબા ભાવે ગાંધીજીના આત્મવાદનો, સર્વોદયનો અને શોષણવિહીન અહિં સક સમાજરચનાનો પ્રચાર 202

ભારતમાં એવી શિક્ષણપદ્ધતિ પ્રચલિત થઈ છે જેમાં ધર્મપરાયણ, નીતિપ્રધાન જૂની સંસ્કૃતિની પ્રતિષ્ઠા થતી નથી. ન્યાયદાન પશ્ચિમની પદ્ધતિથી થઈ રહ્યું છે. એની તાલીમ આજે પણ અંગ્રેજોના વખત જેવી જ છે. અધ્યાપક, વકીલ, ડૉક્ટર, એન્જિનિયર તેમ જ રાજકારણી આગેવાનો; આ પાંચે ભેગા થઈને ભારતના સામાજિક જીવનને પશ્ચિમની પદ્ધતિ સાથે ચલાવી રહ્યા છે

જોરશોરથી કરી રહ્યા છે. તેઓ ગ્રામરાજની સ્થાપના, શાંતિસેનાની મારફતે, નવી તાલીમના માધ્યમથી અને સ્ત્રીજાગૃતિ દ્વારા માનસપરિવર્તન, જીવનપરિવર્તન અને સમાજપરિવર્તનનો પ્રચાર કરી રહ્યા છે. ભૂદાન અને ગ્રામદાન વડે સામાજિક જીવનમાં સમગ્ર ક્રાંતિ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. પણ એમણે પણ જોઈ લીધું છે કે પશ્ચિમના વિજ્ઞાન અને યંત્રકૌશલ્ય સિવાય સર્વોદય અધૂરો જ રહે વાનો છે. જ્યારે વિશ્વ સમક્ષ અમેરિકાનો પ્રજાસત્તાવાદ, રશિયા અને ચાઇનાનો સામ્યવાદ, ભારત જ ેવા બીજા દેશોનો સમાજવાદ અને ગાંધીજીનો સર્વોદય સ્વયંવર માટે ઊભા છે, ત્યારે ગાંધીજીની યુગાંતરકારી નાનકડી ચોપડીનું અધ્યયન વધારે મોટા પાયા પર થવું જોઈએ. ગાંધીજી જાતે પણ ઇચ્છતા ન હતા કે આપણે એમની વાતોને શબ્દપ્રમાણને નામે તેવા ને તેવા રૂપમાં જ ગ્રહણ કરીએ. હિં દ સ્વરાજ ની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યું છે કે વ્યક્તિ તરીકે એમનો બધો જ પ્રયત્ન હિં દ સ્વરાજ માં વર્ણવેલા આધ્યાત્મિક સ્વરાજ્યની સ્થાપના કરવા માટે જ છે, પરં તુ એમણે ભારતમાં અનેક મિત્રોની મદદથી સ્વરાજ્યની જ ે ચળવળ ચલાવી; કૉંગ્રેસ જ ેવા રાષ્ટ્રીય રાજનૈતિક સંગઠનનું [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


માર્ગદર્શન કર્યું, તે પ્રવૃત્તિઓ પાર્લામેન્ટરી સ્વરાજ્ય માટે જ હતી. સ્વરાજ્ય માટે અન્યાય, શોષણ અને પરદેશી સરકારનો વિરોધ કરતી વખતે અહિં સાનો આશરો લેવો, આ એક જ આગ્રહ તેમણે રાખ્યો હતો. તેથી ભારતની સ્વરાજ્યપ્રવૃત્તિનો અર્થ તેમના આ વામનમૂર્તિ પુસ્તક હિં દ સ્વરાજ થી ન કાઢવો. ...ભારતના રાષ્ટ્રીય વિકાસ માટે રાતદિવસ ચિંતન કરી રહે લાઓ તેમ જ આગેવાનો પણ કહી શકે છે કે ગાંધીજીએ આપણા માથે હિં દ સ્વરાજ ના આદર્શોનો ભાર મૂક્યો ન હતો. આ છતાં જો ગાંધીજીની વાત સાચી હોય અને ભારતનું તેમ જ વિશ્વનું હિત હિં દ સ્વરાજ માં પ્રતિબિંબિત થતા સાંસ્કૃતિક આદર્શોથી જ થવાનું હોય, તો આનું ચિંતન તેમ જ નવગ્રથન અને વહે વારમાં મૂકવાનો ભાર કોઈને માથે તો હોવાં જોઈએ. મેં એક વખતે ગાંધીજીને કહ્યું કે, ‘તમે તમારી સ્વરાજ્ય–સેવાની શરૂઆતમાં હિં દ સ્વરાજ નામનું જ ે પુસ્તક લખ્યું હતું તેમાં તમારા મૌલિક વિચારો છે; છતાં શંકા રહે છે કે તે વિચારો રસ્કિન, થોરો, એડ્વર્ડ કારપેન્ટર, ટેલર, મૈક્સનાર્ડૂ વગેરેના ચિંતનથી પ્રભાવિત છે. આ લોકોએ આધુનિક સભ્યતાની ખામીઓ ગણાવી છે. વિશ્વબંધુત્વના પાયા પર ઊભેલી જૂ ની સભ્યતાનું આ લોકોએ સન્માન કર્યું છે. એટલે તમારા હિં દ સ્વરાજ નું વાંચન કરતાં એવું લાગે છે કે તમે ભૂતકાળને ફરીથી જાગ્રત કરવામાં માનો છો. તમારે વારે -વારે કહે વું પડે છે કે તમે ભૂતકાળના ઉપાસક નથી. માણસજાતે ખોટે રસ્તે ચાલીને જ ેટલો વિકાસ કર્યો

છે; પાછા વળીને તેટલું જ ચાલ્યા પછી સામે રસ્તે વળીને તમે ફરીથી નીતિનિષ્ઠ, આત્મનિષ્ઠ માર્ગથી નવો વિકાસ કરવા ઇચ્છતા હો તો : ‘આપનું જીવનકાર્ય લગભગ પૂરું થવા આવ્યું છે. ભારતનું સ્વરાજ્ય સ્થાપિત થઈ જવાની તૈયારી છે. આવે વખતે તમે તમારી આખી જિંદગીના અનુભવો તેમ જ ચિંતનના પાયા પર ફરીથી એક આવું જ નવું પુસ્તક કેમ નથી લખતા; જ ેમાં ભાવિનાં એક હજાર વર્ષની મહામાનવ સંસ્કૃતિનાં બીજ વિશ્વને મળી રહે ? ’ તેઓ પોતાનાં કાર્યોમાં એવા અટવાયેલા હતા અને આડે પાટે ચડેલા મુદ્દાઓને સવળે પાટે લાવવાના પ્રયત્નો કરવા માટે ઊંડે સુધી એટલા ચિંતિત હતા કે મારું સૂચન અથવા વિનંતીને સાંભળવાની પણ નવરાશ તેમને ન હતી. હવે જ્યારે ગાંધીજીનું સાંસારિક જીવન પૂરું થયું છે અને તેમનાં લખાણો, ભાષણો, પત્રો, મુલાકાતો વગેરેના સંગ્રહો તૈયાર થઈ રહ્યા છે, ત્યારે આદર્શ સંસ્કૃતિ વિશે અને તેને સ્થાપિત કરવા વિશે ગાંધીજીના વિચારોને એકઠા કરીને કોઈક યોગ્ય વ્યક્તિ વડે આવું એક પ્રભાવશાળી ચિત્ર તૈયાર થવું જોઈએ; જ ેને આપણે હિં દ સ્વરાજ ની પરિણત આવૃત્તિ નહીં કહીએ; એને તો સ્વરાજ્યભોગી ભારતનું વિશ્વકાર્ય જ ેવું કશુંક કહે વું પડશે. જ ે પણ હોય. આવા એક ગ્રંથની ઘણી જ જરૂર   છ.ે આનો અર્થ એમ નથી કે તે પુસ્તક આ હિં દ સ્વરાજ નું સ્થાન લઈ શકશે. આ અમર કૃ તિનું સ્થાન ભારતીય જીવનમાં કાયમ માટે રહે વાનું જ   છ.ે (હિં દ સ્વરાજ માંથી) o

नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

203


હિં દ સ્વરાજ પર ચર્ચા

ડબલ્યુ જ ે. વાઈબર્ગ

ડબલ્યુ. જ ે. વાઈબર્ગ ટ્રાન્સવાલની પાર્લમેન્ટના સભાસદ હતા. દક્ષિણ આફ્રિકામાં અશ્વેતોને નોખી જગ્યાએ રાખવાના તેઓ હિમાયતી હતા અને દક્ષિણ આફ્રિકા ગોરાનો મુલક બને તેવી હિલચાલમાં સામેલ પણ રહે તા. ગાંધીજીએ જ ઇંડિયન ઓપીનિયન(તા. ૧૨-૧૦-૧૯૦૭)માં વાઈબર્ગનું એક ભાષણ ટાંક્યું છે. આ ભાષણમાં વાઈબર્ગ કહે છે : “ગોરાઓને પોતાની ઉન્નતિ કરવી હોય તો કાળા લોકોને તદ્દન જુ દા મુલકમાં રાખવા, કે જ ેથી કરીને ગોરાને કાળાનો જરાયે સંસર્ગ ન રહે .” અશ્વેત વિરોધી હોવા છતાં ગાંધીજી સાથે તેમની મિત્રતા રહી અને જ્યારે હિં દ સ્વરાજ પ્રકાશિત થયું ત્યારે વાઈબર્ગે વિસ્તૃત ટીકા ગાંધીજીને મોકલી આપી હતી, જ ે ઇંડિયન ઓપીનિયનમાં પણ પ્રકાશિત થઈ હતી.

તમારો કાગળ તથા હિં દ સ્વરાજનું લખાણ મને

મળ્યું. હં ુ આભારી થયો છુ .ં કામને લીધે તેનો બરાબર અભ્યાસ હં ુ વહે લો કરી શક્યો નથી. થોડા દિવસ પહे લાં જ મને વખત મળ્યો. તેની ઉપર ટૂ કં ાણમાં ટીકા કરવાનું મને મુશ્કેલ જણાય છે. કેમ કે એકંદરે તમારી દલીલ બરોબર જણાતી નથી. અને જ ે મત તમે બતાવ્યો છે, ને જ ે હકીકત તમે આપી છે, તે એકબીજાની ઉપર આધાર રાખતી હોય તેમ પણ લાગતું નથી. વળી લાચારીને લઈને હં ુ હિં દની સ્થિતિથી બિનવાકેફ છુ .ં તેથી જ ે હકીકતો તમે ખરી માની લીધી છે ને જ ેની ઉપર તમે ઇબારત બાંધી છે તે હકીકતો વિશે મારે કંઈ કહે વું તે ઉદ્ધતાઈ જ ેવું જણાય છે. છતાં મારે એમ કહે વું જોઈએ કે ઘણી હકીકતો વિશે તમે જ ે લખો છો તે સાધારણ મત કરતાં ઊલટુ ં છે. વફાદારી વિશે મારે કહે વું જોઈએ કે તમારી ઉપર બેવફાદારીનું તહોમત આવે એવું લખતાં અલગ રહ્યા છો; તોપણ એવી બારીક સૂચનાઓ તમે કરી છે, ને એવાં દ્વિઅર્થી વાક્યો તમે વાપર્યાં છે, અને તમે એવી રીતે અર્ધસત્ય વાતો મૂકી છે કે કોઈ માણસ તમારા પુસ્તકને બહુ તોફાની ગણે તેમાં મને આશ્ચર્ય થાય તેમ નથી. તમે બેવફાદાર થવા નથી માગતા એમ હં ુ માની લઉં છુ ;ં તોપણ તીવ્ર બુદ્ધિ વિનાનો સાદો અભણ માણસ તો એમ જ અનુમાન કરશે કે તમે હિં દુસ્તાનમાં બ્રિટિશ 204

રાજ્યસત્તાની સામે લખાણ કર્યું છે. કારણ કે જ ે કાંઈ સાદો માણસ બ્રિટિશ સત્તાનું પરિણામ ગણશે તેની ઉપર તમે હલ્લો કર્યો છે. તમે દારૂગોળાની સામે થયા છો; પણ તેનું કારણ તમે બતાવો છો કે દારૂગોળો વાપરવો તે નુકસાનકારક અને અસર

[ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


વિનાનો છે, નહીં કે જ ે હે તુ પાર પાડવો છે તે ખોટો છે. બહુ અગત્યની બાબત ઉપર તમે ઘણા વિચારો બતાવ્યા છે તેમાં તમે ભૂલ કરો છો એમ મને તો લાગે છે. યુરોપી સુધારામાં ઘણી ખોડ છે અને તમારી ઘણીક ટીકાને હં ુ મળતો આવું છુ .ં પણ તે સુધારાને હં ુ શેતાની સુધારો નથી ગણતો, તેને જડમૂળથી ઉખેડવો જોઈએ એમ પણ નથી ગણતો. માણસજાતની ચડતીને સારુ, ને મુખ્યત્વે કરીને પશ્ચિમની પ્રજાને સારુ તે સુધારો જરૂરનો છે એમ ગણું છુ .ં હં ુ કબૂલ કરું છુ ં કે હિં દના અને યુરોપના પણ છેવટના વિચારો યુરોપી સુધારા કરતાં ચઢિયાતા છે તોપણ મારે મર્યાદાપૂર્વક કહે વું જોઈએ કે હિં દી પ્રજાને એકબીજાની વચ્ચેના હરીફાઈના ચાબુક વડે, તથા બીજી દુન્યવી, ઇંદ્રિયોના વિષયની બાહ્ય બુદ્ધિની જાગૃતિ વડે જગાડવાની જરૂર છે. આવી જાગૃતિ પશ્ચિમનો સુધારો પેદા કરે છે, માનવજાતે આત્મિક છુ ટકારો તુરત મેળવવાની નેમ રાખવી જોઈએ એમ તમે સોળમા અને સત્તરમા પ્રકરણમાં બતાવ્યું છે. ખરું જોતાં તે ભાવાર્થ તમે આખા પુસ્તકમાં બતાવ્યો છે. તમે અને કેટલાક બીજા માણસો એટલે દરજ્જે પહોંચ્યા હો કે જ ેથી તમે તે છુ ટકારો પામવો તેને તમારો તુરતનો હે તુ કરી શકો. પણ ઘણા માણસો તો તેવી સ્થિતિને પહોંચ્યા નથી. હં ુ મિસિસ બેસન્ટના મતને મળું છુ ં કે આત્મિક છુ ટકારાની વાત, જ ેઓ તેને સારુ તૈયાર નથી થયા તેની આગળ કરવી, તેમાં બહુ જોખમ છે. કોઈક જગ્યાએ તે કહે છે કે હિં દી પ્રજાએ તૃષ્ણા અને પ્રવૃત્તિ છોડવાનાં નથી. પણ તેને વધારીને આ જગતમાં જ ે શીખવાનું છે તે શીખવું. મિસિસ બેસન્ટ કહે છે કે તૃષ્ણા મંદ કરવાથી હિં દી પ્રજા ઊંઘી જશે. આનો અર્થ એમ નથી થતો કે પશ્ચિમના સુધારાની બધી રીતિઓ હિં દુસ્તાનને અનુકૂળ પડતી છે. અને મને જરાયે नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

શક નથી કે અમે અંગ્રેજોએ ખરી દાનતથી તે સુધારાને ધડા વગર હિં દુસ્તાનમાં દાખલ કરતાં ભૂલ કરી છે. છતાં પશ્ચિમના વિચારોની હિં દુસ્તાનમાં જરૂર છે. તેથી હિં દુસ્તાનના વિચારો દૂર કરવા એવો હે તુ નથી, પણ હિં દુસ્તાનના વિચારોમાં સુધારોવધારો કરી ફે રફાર કરવા. આમ ફે રફાર અંગ્રેજોની મારફતે કરવા એ સરસ છે કે હિં દીની મારફતે એ જુ દો સવાલ છે. પશ્ચિમના સુધારાની જરૂર છે ને તે ઉપયોગી છે. તે ધીમે ધીમે દાખલ કરવો જોઈએ. તે દાખલ કરવામાં બળ ન વાપરવું જોઈએ. તે સુધારો દૂર રાખી શકાય તેમ નથી. હિં દુસ્તાનને લગતા નહીં તેવા તમારા વિચારને તપાસીએ. પ્રથમ તો તમે ‘પૅસિવ રિઝિસ્ટન્સ’ અને ‘નૉન-રિઝિસ્ટન્સ’ એ બે શબ્દને ભેળસેળ કરો છો. તમે જ ેને સત્યાગ્રહ કહો છો તેને પ્રેમભાવ અથવા આત્મિક ભાવની સાથે કાંઈ સંબંધ નથી. સત્યાગ્રહની ભલામણ કરતાં તે જ પ્રકારનો ભાવ શરીરબળથી બતાવવાને બદલે માનસિક બળથી બતાવવાનું તમે શીખવો છો. આ કંઈ આત્મબળ કહે વાય નહીં. તમે જ ે લડત ચલાવો છો તે જીત મેળવવાને ખાતર, અને વળી ઘણી જ ખંતથી તે લડત ચલાવો છો. મારા મત પ્રમાણે તો હાલના જમાનાની લડતમાં દિવસે દિવસે શરીરબળને બદલે બુદ્ધિબળ વધારે વપરાતું જાય છે. પણ તેથી કાંઈ તેમાં વધારે નીતિ છે અથવા તો તે ઓછુ ં ઘાતકી છે એમ કહે વાય નહીં. ખરું જોતાં તો તે વધારે ઘાતકી છે. પણ તેની અસર શરીરબળ કરતાં વધારે છે. દુન્યવી કે રાજ્યપ્રકરણી વસ્તુ મેળવવામાં આત્મબળ વાપરવું એ વિશે મને તો શંકા છે, પછી ભલે તે વસ્તુઓ ગમે તેવી ન્યાયી ને મેળવવાલાયક હાેય. રાજ્યપ્રકરણી વિષયોમાં આત્મબળ વાપરવાની મને બહુ લાલચ થઈ જાય છે. તમે જાણો છો કે હં ુ રાજ્યપ્રકરણી બાબતોમાં ખૂબ માથું ઘાલું છુ .ં એટલે જોકે 205


દાખલાદલીલો આપી બુદ્ધિનો પૂરો ઉપયોગ કરવો એ તદ્દન વાજબી જણાય છે, છતાં જ ેને તમે આત્મબળ કહો છો તેનો ઉપયોગ હકો મેળવવામાં કરવો એ બહુ જોખમકારક જણાય છે. પથ્થરની રોટી બનાવવી એ યોગ્ય ને વગર જોખમી કામ છે, છતાં ઈસુ ખ્રિસ્તે આત્મબળ વાપરી પથ્થરની રોટી બનાવવાની ના પાડી હતી. મને લાગે છે કે આ વાતમાં ગુહ્ય અર્થ સમાયેલો છે. પણ જોકે તેમાં આત્મબળ વાપરવું એ હં ુ ખરાબ ગણું છુ ં તેથી તે બીજાને સારુ પણ ખરાબ છે એમ હં ુ કહે વા માગતો નથી. જ ેઓ ખોટા રસ્તા લેતાં છતાં ખોટા કામને સારુ શુદ્ધ બુદ્ધિથી નિઃસ્વાર્થપણે કામ કરે તેને તેનો બદલો મળ્યા વિના ન રહે , અને મને ખાતરી છે કે તમારા આત્માને તેવો બદલો મળશે. પણ હં ુ માનું છુ ં કે તમારા આત્માને જ ે સારો બદલો મળવાનો છે તે તમારો રસ્તો ખરો છે તેથી નહીં પણ તે રસ્તો ખોટો હોવા છતાં તમારા હે તુ શુદ્ધ છે તેથી મળશે. પણ જ ેઓ નિઃસ્વાર્થપણે કામ નહીં કરે તેઓને તેમાં નુકસાન છે. જ ેમ કે ભગવદ્ગીતામાં કહ્યું છે કે ‘જ ે માણસ મનમાં વિષયોનું ચિંતવન કરતો છતાં વિષયની ઇંદ્રિયોને રોકે છે તેને દંભી જાણવો.’ આ પ્રમાણે તો એવી સ્થિતિમાં વિષયઇંદ્રિયોને વાપરવી એ ઠીક નહીં ગણાય? હવે તમારી લડતને તપાસીએ. એમ માનીશું કે તમે જ ે કરવા માગો છો તે માત્ર રાજ્યપ્રકરણી હક મેળવવા માગો છો એમ નથી. પણ તમારો હે તુ પ્રેમભાવનું કે સત્યાગ્રહનું સર્વોપરીપણું બતાવવાનો છે. જો આમ હોય તો તમે દુખિયા લોકો છો, તમને જ ેલમાં ઈજા પડે છે એ બધી કથા કેમ ગાઈ શકો? હં ુ માનું છુ ં કે તમે પોતે તમારું દુઃખ નથી ગાયું. વળી તમે અન્યાયની અથવા ખરાબ વર્તણૂકની વાત કરી તેમાંથી નફો કેમ લઈ શકો? તમે હિં દુસ્તાન અથવા ઇંગ્લંડ એલચીઓ 206

હિંદી પ્રજાને એકબીજાની વચ્ચેના હરીફાઈના ચાબુક વડે, તથા બીજી દુન્યવી, ઇંદ્રિયોના વિષયની બાહ્ય બુદ્ધિની જાગૃતિ વડે જગાડવાની જરૂર છે. આવી જાગૃતિ પશ્ચિમનો સુધારો પેદા કરે છે, માનવજાતે આત્મિક છુટકારો તુરત મેળવવાની નેમ રાખવી જોઈએ એમ તમે સોળમા અને સત્તરમા પ્રકરણમાં બતાવ્યું છે

કેમ મોકલી શકો? જો તમારું યુદ્ધ એ માત્ર ધર્મયુદ્ધ હોય તો તમે જ ે મોટી હિલચાલ કરી રહ્યા છો તે ન થવી જોઈએ. તમારા લોકોએ તો પોતપોતાનું દુઃખ ઉઠાવી મૂગા રહે વું જોઈએ, તે જ ખરી ખૂબી કહે વાય. પણ જો તમારા હે તુ રાજ્યપ્રકરણી હોય તો તમે જ ે કરો છો તે વખતને અનુસરીને ઠીક હથિયાર ગણાય. રાજ્યપ્રકરણી બાબતોમાં દુઃખ ઉઠાવનારને હં ુ વખાણું છુ .ં પણ તેનાં દુઃખ કંઈ સિપાહીનાં ને બંડખોરોનાં દુઃખ કરતાં ચડી જતાં નથી. વળી સત્યાગ્રહીનાં દુઃખ કંઈ રાજ્યપ્રકરણી લડતો લેનારા બીજા માણસોના કરતાં ચઢી જતાં નથી. દાખલા તરીકે એશિયાટિકની સામેના પક્ષના માણસોનાં દુઃખ લેવાં. હાલ એમ બન્યું છે કે સિપાહીઓને કે એશિયાટિકની સામે થનારને જ ેલમાં નથી જવું પડતું. તોપણ તેઓએ જ ે જોખમ ઉઠાવવું ઘટે તે ઉઠાવ્યું છે, ને જ ેને તેઓ ધાર્મિક નહીં તોપણ પવિત્ર કામ ગણે છે તેમાં તેઓએ પોતાની વહાલી વસ્તુઓ જતી કરી છે. સત્યાગ્રહી કરતાં સિપાહીનું દુઃખ બહુ ચઢી જશે. પણ જો સિપાહી કહે કે તેને વાગેલી ગોળી કઠણ હતી અથવા તો કૂ ચ કરવી બહુ મુશ્કેલ હતી અને તેથી એમ કહે છે કે શત્રુએ તેને દુઃખ દીધું તો તેની ફરિયાદ હસવા લાયક ગણાશે. બેશક [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


કેટલીક વેળા પોતાનાં દુઃખની ફરિયાદ કરવી એ ઠીક પગલું ગણાય. તેમ કરવું ન કરવું એ તમારે વિચારવાનું છે. છેવટે હં ુ સત્યાગ્રહ વાપરવું જોઈએ કે નહીં તે વાત ઉપર આવું છુ .ં મને લાગે છે કે અમુક માણસો જ ે મુક્ત થવા માગતા હોય, જ ેઓ દુનિયાનો ત્યાગ કરવા ઇચ્છતા હોય ને તેમ કરવા લાયક હોય તેવા માણસ સત્યાગ્રહ ધારણ કરી શકે છે. આ બાબત હં ુ ચોક્કસ રીતે લખી શકતો નથી કેમ કે હં ુ અજ્ઞાન છુ .ં પણ આવી જાતના સત્યાગ્રહનો રાજ્યપ્રકરણી હે તુ હોય જ નહીં. કેમ કે આવા સત્યાગ્રહનો હે તુ તો દુનિયામાંથી ભાગી છૂટવાનો હાેય છે. પણ રાજ્યપ્રકરણી હથિયાર તરીકે, અને આમને સારુ, સત્યાગ્રહ તદ્દન નુકસાનકારક ને સાર્વજનિક સુખનો ભંગ કરનારો છે. એ તો અરાજ્યનો રસ્તો છે. તેથી સત્યાગ્રહના આગેવાન ટૉલ્સ્ટૉય વિશે હં ુ એમ માનું છુ ં કે તે પોતે સાધુ પુરુષ છે એવો સંભવ છે. પણ બધા માણસોને સત્યાગ્રહનો રસ્તો લેવાની ભલામણ કરે છે તેથી હં ુ તેને માનવજાતનો ભયંકર શત્રુ ગણું છુ .ં રાજસત્તા, કાયદા, પોલીસ અને દારૂગોળો સાધારણ માણસને જરૂરનાં છે તેમાં મને જરાયે શક નથી. અને જ ે આપણી હાલની સ્થિતિ છે તે સ્થિતિમાં તે કુ દરતી છે અને જ ેમ ખાવુંપીવું ને પ્રજા ઉત્પન્ન કરવી એ નીતિવાળું છે તેમ ઉપરની વસ્તુ પણ નીતિવાળી છે. રાજ્યાદિનો નાશ કરવો ને તેની અવેજીમાં તેવી જ પણ વધારે સારી વસ્તુ ન મૂકવી તે તો માણસની ચઢતી બંધ કરવા જ ેવું થાય. જ ે સાધુ પુરુષ કરી શકે છે તે બધા માણસો કરી શકે એમ માનવું એ અજ્ઞાન છે. ‘સીઝરની વસ્તુ સીઝરને અને ઈશ્વરની વસ્તુ ઈશ્વરને’ એ વાક્ય પ્રમાણે ચાલવાનું છે. જ્યારે આખી દુનિયા સાધુ બનશે ત્યારે રાજ્યસત્તાની જરૂર નહીં રહે .

પણ તે વખત નથી આવ્યો ત્યાં લગી તે વિના ચાલવાનું નથી. દરમ્યાન સુધારામાં સુધારો કરવો રહ્યો છે. તેનો નાશ કરવાનો નથી. કદાચ તમે કહો છો તે ખરું હોય, મિસિસ બેસન્ટ કહે છે તે ખોટુ ં હોય, હિં દુસ્તાનમાં ઇંગ્રેજી કે હિં દી રાજસત્તાની જરૂર ન હાય તોપણ મને ખાતરી છે કે તેની જરૂર પશ્ચિમની પ્રજાને તેમ જ દક્ષિણ આફ્રિકાને તો છે જ અને તેઓને સારુ તમારા વિચારો નાશકારક છે. જો તમે કહો છો તે ખરું હોય તો તે બતાવે છે કે પૂર્વ અને પશ્ચિમની પ્રજા વચ્ચે મોટો ભેદ છે. અને તેથી હિં દી પ્રજાને દક્ષિણ આફ્રિકામાંથી હાંકી કાઢવાને સારુ દક્ષિણ આફ્રિકાના લોકો રસ્તા લે તો તે બરોબર ગણાય. તમે વીસમા પ્રકરણમાં કહો છો કે યુરોપી સુધારાને દાખલ કરવાના પાપને સારુ અંદામાનમાં હદપાર થવાનું બને તો તે પૂરું પ્રાયશ્ચિત્ત નથી. જો આ બરોબર હોય તો તમને લાગતું નથી કે ટ્રાન્સવાલમાંથી હિં દીને હદપાર કરે તેમાં કંઈ જ ખોટુ ં નથી? મેં બહુ લાંબો કાગળ લખ્યો છે. પણ તમે બહુ અગત્યના ને સરસ સવાલો ઉઠાવ્યા છે ને તેની ઉપર ટીકા કરવાની માગણી કરી છે. હં ુ તમને ખાતરીથી કહં ુ છુ ં કે તમારા જ ેવા માણસોની તરફ મને માન અને પ્રેમની લાગણી રહે શે. પણ સાર્વજનિક ફરજ ગણીને તમારા હે તુઓ અને તમારા રસ્તાઓની સામે મારા પૂર્ણ બળથી થઈશ. તમે અગાઉ માગણી કરે લી કે મારે સત્યાગ્રહ ઉપર ઇન્ડિયન ઓપીનિયનમાં લખવું. તે વેળા તો મનे વખત નહોતો મળ્યો. મને લાગે છે કે વખતે આ કાગળ તમને છાપવાનું પસંદ પડે. જો તેમ હોય તો સુખેથી છાપજો. [ગાં. અ. ૧૦  : ૬૪૯]

o

नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

207


ડબ્લ્યુ. જે. વાઈબર્ગને જવાબ મો. ક. ગાંધી વહાલા મિ. વાઈબર્ગ મારા હિં દ સ્વરાજના લખાણ પર તમे જ ે કીમતી ટીકા કરી છે તેને સારુ હં ુ તમારો આભારી થયો છુ .ં તમે જ ે લાગણી તમારા કાગળને છેડ ે બતાવી છે તેવી જ હં ુ પણ બતાવું છુ .ં હં ુ જાણું છુ ં કે મારા ઘણા મિત્રો તથા જ ેઓની તરફ હં ુ માનની નજરથી જોઉં છુ ં તેઓ અને મારી વચ્ચે મારા વિચારોને લીધે મતભેદ પડશે. પણ મારે વાસ્તે હં ુ કહી શકું છુ ં કે તે મતભેદથી મારી માનની લાગણીમાં કે મારી મિત્રાચારીમાં ભંગ પડે તેમ નથી. તમે જ ે અપૂર્ણતા અને ખામીઓ તમારા કાગળમાં બતાવી છે તે હં ુ જાણું છુ ં ને તેથી દિલગીર પણ થાઉં છુ .ં વળી જ ે અગત્યના સવાલો મારા પુસ્તકમાં ઉઠાવેલા છે તે વિશે લખવા હં ુ લાયકાત ધરાવતો નથી એ પણ જાણું છુ .ં પણ સ્થિતિને લીધે છાપાનું કામ કરવાની મને ફરજ પડી છે. અને ઇન્ડિયન ઓપીનિયનના વાંચનારને સારુ લખવાની હં ુ ફરજ સમજ્યો. મારે બે ચીજમાંથી એક પસંદ કરવાની હતી. જ ે દારૂગોળાનું તોફાન હિં દમાં ચાલી રહ્યું છે તે વિશે ઇન્ડિયન ઓપીનિયનના વાંચનાર કંઈ આધાર માગતા હતા તે આપવાને બદલે તેઓ જ ે કરે તે કરવા દેવું, અથવા તો ગમે તેવો અપૂર્ણ છતાં બને તેવો આધાર મારે તેઓને આપવો. બૉમ્બગોળાનું જોર બંધ કરવાનો રસ્તો મને તો એક જ જોવામાં આવ્યો. તે મેં મારા પુસ્તકમાં બતાવ્યો છે. ઉપરટપકે વાંચનાર માણસ મારું લખાણ બેવફાદારીવાળું ગણશે એ તમારા મતને હં ુ મળતો આવું છુ .ં વળી હં ુ એમ પણ કબૂલ કરું છુ ં કે જ ેઓ 208

કર્તા અને તેના કાર્ય વચ્ચે અને નવા સુધારા ને સુધારકો વચ્ચેનો ભેદ ન જાળવી શકે તે પણ એવું જ ધારશે. વળી તમારા આ વિચારને પણ હં ુ મળતો આવું છુ ં કે દારૂગોળો ખરાબ અને અસર વિનાનો છે તેથી હં ુ તેની સામે છુ ,ં નહીં કે જ ે હે તુ સાધવાનો છે તે ખરાબ છે તેથી. પણ તેની સાથે હં ુ એમ પણ કહં ુ છુ ં કે દારૂગોળાથી જ ે હે તુ સધાય તે હે તુ મારા હે તુને મળે તેમ જ નથી. હં ુ માનું છુ ં કે સાધન અને હે તુની વચ્ચે નિકટ સંબંધ છે. હં ુ એમ કહં ુ છુ ં કે જ ે સ્વરાજ્ય દારૂગોળાથી મળે તે સ્વરાજ્ય, મેં બતાવેલાં સાધનોથી મળનાર સ્વરાજ્ય કરતાં તદ્દન જુ દી જાતનું છે. મેં નવા સુધારાને તદ્દન વખોડી કાઢ્યો છે કેમ

[ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


કે તેની જડ ખરાબ છે. તેમાંની કંઈક વસ્તુઓ ઠીક છે એમ બતાવવું સંભવે છે. પણ મેં તો તે સુધારાનું વલણ નીતિના તાજવામાં તપાસ્યું છે. તે સુધારામાં પડેલા કેટલાક માણસોના હે તુ સુધારા કરતાં સરસ છે એ હં ુ જાણું છુ ,ં અને સુધારા વચ્ચે અને ખ્રિસ્તી ધર્મ વચ્ચે ભેદ છે એમ હં ુ માનું છુ .ં તે સુધારાની ઝડપમાં કંઈ યુરોપ જ છે એમ નથી. તેનો ઝેરી વા પૂરેપૂરો જાપાનમાં હાલ ચાલી રહ્યો છે. અને હવે તે હિં દને હડફે ટમાં લેવા મથી રહ્યો છે. ઇતિહાસમાં આપણે જોઈએ છીએ કે કોઈક માણસોને બાદ કરતાં બીજા બધા જ ે વાતાવરણમાં આવી પડ્યા હોય તે વાતાવરણમાં રહીને તેઓએ પોતાનું સાર્થક કરવું પડે છે. પણ હં ુ કહે વા માગું છુ ં કે જ ેઓ તેવા વાતાવરણની બહાર હોય, ને જ ેઓને આધાર રૂપે પોતાનો પુરાણો સુધારો છે તેઓને જ્યાં છે ત્યાં રહે વા દેવાની મદદ કરવી ઘટે છે. આ પગલું ડહાપણવાળું જ ગણાય. મેં નવા સુધારાની તેમ જ પુરાણા સુધારાની જિંદગીનો રસ લીધો છે. અને મારે કહે વું જોઈએ કે ‘હરીફાઈના ચાબુકની, દુન્યવી અને વિષયેન્દ્રિય સાહસની જરૂર હિં દી કોમને છે’ એ વાર્તાથી હં ુ તદ્દન વિરુદ્ધ છુ .ં હિં દી કોમ એવા કંકાસમાં પડીને પોતાની નીતિમાં એક તસુ જ ેટલો પણ સુધારો કરી શકે એ હં ુ માની શકતો નથી. છુ ટકારો, એ શબ્દ જ ે સ્થિતિમાં મેં વાપર્યો છે તેવો છુ ટકારો દરે ક માનવીને તુરત મેળવવાની નેમ હોવી ઘટે છે. તેનો અર્થ એવો નથી કે આખું જગત તેટલી જ મુદતમાં છુ ટકારો પામી શકશે. પણ જો તેવો છુ ટકારો એ માણસજાતને મેળવવાની સરસમાં સરસ વસ્તુ હોય તો કોઈને તેનાથી ઊતરતી વસ્તુ તરફ ખેંચવા એ ખોટુ ં છે. બધાં હિં દનાં શાસ્ત્રો એમ જ બતાવે છે કે દરે કે તુરત છુ ટકારો મેળવવાનાં સાધન હાથ કરવાં. પણ આપણે જાણીએ છીએ કે તેમ કરવાથી કંઈ લોકોએ नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

ઊતરતી વસ્તુઓ તરફ મન દોડાવવાનું મેલી દીધું નથી. ‘પૅસિવ રિઝિસ્ટન્સ’ એ મારા હે તુ બતાવવાને યોગ્ય શબ્દ નથી એ હં ુ કબૂલ કરું છુ .ં તે શબ્દ હં ુ વાપરું છુ ં કેમ કે તેનો ભેદ શું છે તે બધા સમજ ે છે. લોકોમાં ચાલેલો તે શબ્દ હોવાથી લોકલાગણી તેથી તુરત ખેંચી શકાય છે. તેનો ભેદ તો એ છે કે તે દારૂગોળાની તદ્દન વિરુદ્ધ હિલચાલ છે. એટલે ‘લડત શારીરિક મટીને માનસિક થઈ’ એમ તમે કહો છો તે બરાબર નથી. શરીરબળ વાપરીને બહારના ઉપચારથી આપણા હે તુ આપણે પાર પાડવા ઇચ્છીએ છીએ. આત્મબળનું કામ અંતર ઉપાયથી હે તુ પાર પાડવાનું છે. અને અંતર ઉપાય તે આપભોગ છે. દારૂગોળો સદાય નિષ્ફળ જાય છે. સત્યાગ્રહ સદાય સફળ થાય છે. સત્યાગ્રહી પોતાના હે તુ પાર પાડવા લડે છે તેથી તેની લડત ધાર્મિક નથી એમ કહે વું બરોબર નથી. ખરું જોતાં તેને હં મેશાં હે તુને ધ્યાનમાં રાખીને લડવું પડે છે. તે હે તુ એ છે કે પોતે પોતાને જીતવો. સત્યાગ્રહમાં સદાય નીતિ છે, તેમાં ઘાતકીપણું હોય જ નહીં. અને હરકોઈ હિલચાલ કે જ ેને ઉપરની કસોટી લાગુ ન પડી શકે તે હિલચાલ સત્યાગ્રહી ગણાય જ નહીં. તમારી દલીલ એમ બતાવવા જાય છે કે રાજ્યનીતિ તે ધર્મનીતિથી જુ દી છે. આજકાલની હિલચાલમાં આપણે એવું જ જોઈએ છીએ. સત્યાગ્રહની નેમ એવી છે કે રાજ્યનીતિ અને ધર્મનીતિ વચ્ચે પાછો મેળાપ કરવો અને આપણાં બધાં કાર્યોને નીતિને ધોરણે તપાસવાં. ઈશુ ખ્રિસ્તે પથ્થરની રોટી બનાવવાનું ન કર્યું એ વાત મને ટેકો આપનારી છે. પથ્થરની રોટી બનાવવાનો ફોકટ પ્રયાસ તો નવો સુધારો કર્યા કરે છે. પથ્થરની રોટી બનાવવાને આત્મશક્તિ વાપરવી તેને હિં દુસ્તાનમાં આજ પણ સેતાની વિદ્યા કહે વાય છે. વળી માત્ર 209


હે તુથી અમુક કાર્ય સારું છે કે નઠારું છે એમ કહી શકાય નહીં. મા અજ્ઞાનમાં બહુ સારા હે તુથી પોતાના છોકરાને અફીણ આપે તેથી કંઈ તેનું અજ્ઞાન મટવાનું નથી, ને નીતિને ધોરણે છોકરાને માર્યાનું પાપ પણ જવાનું નથી. સત્યાગ્રહી આ વાત સમજ ે છે. તેથી પોતાના હે તુ શુદ્ધ હોવા છતાં પારકાને સજા કરવાનું કામ ઈશ્વરના હાથમાં રાખે છે, અને જ ે ખોટુ ં છે તેની સામે થતાં માત્ર પોતે જ દુઃખ સહન કરે છે. ભગવદ્ગીતામાં મેં ક્યાંયે એવું જોયું નથી કે જ્યાં લગી માણસ મનને રોકી ન શકે ત્યાં લગી તેણે વિષય-ઇંદ્રિયોને ન રોકવી. સાધારણ અનુભવમાં તો જ ે માણસ આમ ચાલે છે ને વિષય-ઇંદ્રિયોને રોકતો નથી તે સ્વેચ્છાચારી ગણાય છે. વળી આપણે એમ પણ જાણીએ છીએ કે આપણું મન ઊલટે રસ્તે આપણને દોરે તોપણ આપણે તોબા માગી કામ તો સીધું જ કરવું જોઈએ. આમ કરતાં આપણે મનને નિયમમાં લાવી શકીએ છીએ. તમે જ ે વાક્ય ટાંક્યું છે એ તો જ્યાં માણસમાત્ર ડોળને ખાતર અમુક સારું કામ કરે છે પણ મનમાં તો જાણીજોઈને મેલ રાખે છે ત્યાં લાગુ પડે છે. પૂર્ણ સત્યાગ્રહી દુઃખીયે બની શકતો નથી, દુઃખ રોઈ શકતો નથી, પોતાને વિશે ભૂંગળું વગડાવી શકતો નથી, અન્યાયના દાખલા ટાંકી રાજ્યપ્રકરણી લાભ સાધી શકતો નથી; આ તમારું કહે વું મારે કબૂલ છે. પણ દુઃખની વાર્તા તો એ છે કે સર્વે કામ નિશ્ચિંત છે. શુદ્ધ સત્યાગ્રહ તો માત્ર વિચાર રૂપે રહી શકે છે. અમારી જ ે ખામીઓ તમે બતાવો છો તે સાબિત કરે છે કે ટ્રાન્સવાલના સત્યાગ્રહીઓ નબળા ને ખામીવાળા માનવીઓ છે. પણ એટલું હં ુ તમને ખાતરીપૂર્વક કહી શકું છુ ં કે તેઓનો હે તુ બને ત્યાં સુધી શુદ્ધ સત્યાગ્રહીને છાજ ે તેવાં જ કામ કરવાનો છે. અને જ ેમ જ ેમ લડત આગળ ચાલે છે તેમ તેમ અમારામાં આવા શુદ્ધ સત્યાગ્રહી 210

સત્યાગ્રહીનાં દુઃખ કરતાં સિપાઈનાં દુઃખ ઘણાં હોય છે તો હું તે વાત તદ્દન કબૂલ કરું છું. પણ દુનિયામાં જે સત્યાગ્રહી થઈ ગયા છે અને જેઓ જાણીજોઈને સળગતી ધૂણીમાં કે ઊકળતા પાણીમાં યાહોમ કરી પડ્યા છે તેઓનાં દુઃખ ગમે તે સિપાઈનું નામ આપી શકાય તેના કરતાં વધારે હતાં

બનતા જાય છે. વળી હં ુ એ પણ કબૂલ કરું છુ ં કે બધા સત્યાગ્રહીમાં પ્રેમભાવ કે સત્યભાવ પ્રકાશી રહ્યો છે એમ કંઈ નથી. અમારામાંના કેટલાકમાંથી વેરભાવ અને તિરસ્કાર ગયા નથી. પણ તેવો ભાવ નાબૂદ કરવાની અમારી બધાની ઇચ્છા છે. વળી મેં એમ પણ જોયું છે કે જ ેઓ માત્ર નવી-સવી હિલચાલ જોઈને સત્યાગ્રહી બન્યા હતા અથવા તો માત્ર પોતાનો સ્વાર્થ સાધવા થયા હતા તેઓ હઠી ગયા છે. ડોળ ઘાલીને લાંબી મુદત માણસ દુઃખ સહન કરી શકતો નથી. આવા માણસો સત્યાગ્રહી કદી હતા જ નહીં. આ બાબત ટ્રાન્સવાલ છોડીને ચર્ચવી ઘટે છે. જો તમે એમ કહો કે ટ્રાન્સવાલના સત્યાગ્રહીનાં દુઃખ કરતાં સિપાઈનાં દુઃખ ઘણાં હોય છે તો હં ુ તે વાત તદ્દન કબૂલ કરું છુ .ં પણ દુનિયામાં જ ે સત્યાગ્રહી થઈ ગયા છે અને જ ેઓ જાણીજોઈને સળગતી ધૂણીમાં કે ઊકળતા પાણીમાં યાહોમ કરી પડ્યા છે તેઓનાં દુઃખ ગમે તે સિપાઈનું નામ આપી શકાય તેના કરતાં વધારે હતાં. ટૉલ્સ્ટૉયને વિશે બોલવાનો હક હં ુ ધરાવી શકતો નથી. પણ તેનાં લખાણો વાંચીને હં ુ જોઈ શક્યો છુ ં કે તે શરીરબળથી સ્થપાયેલાં રાજ્યોની ખામી બરોબર બતાવી આપે છે, તે છતાં આખી દુનિયા [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


અરાજ્ય સ્થિતિએ રહે શે એવો વખત આવે એવું તો તે ધારતો કે માનતો નથી. પણ જ ેમ બીજા ધર્મશિક્ષકોએ કહ્યું છે તેમ તે પણ કહે છે કે દરે ક માણસે પોતાનો રાજા બનવાનું છે. દરે ક માણસે પોતાના અંતરાત્માનો હુકમ ઉઠાવવાનો છે, ને ઈશ્વરી દરબારની શોધ, બહાર નહીં પણ પોતાના અંતરમાં કરવાની છે. આવા માણસની ઉપર તેની પરવાનગી વિના કોઈ પણ સરકાર સત્તા ચલાવી શકતી નથી. આવો માણસ બધી સરકારથી અલગ છે. શું એમ કહી શકાય કે પોતાને બકરા ગણતા સિંહના ટોળાને કોઈ સિંહ બતાવી આપે કે તેઓ બકરાં નથી પણ સિંહ છે તો તે ભયંકર વાત ગણાય? આવું સિંહનું વચન સાંભળી કેટલાક અજ્ઞાન સિંહ બેશક હસી નાંખશે. વળી તેથી કંઈ ખળભળાટ પણ થશે. પણ ગમે તેવું સામેનાનું અજ્ઞાન હોવા છતાં જાણતો સિંહ બીજાને પોતાની છૂટ તથા પોતાના દરજ્જામાં ભાગ લેવાનું જરૂર કહે શે જ. એશિયાટિકના સામે થનારા માણસો પોતાનાં ધોરણ પ્રમાણે જોકે તેઓ ખોટા છે છતાં, એશિયાટિકને કાઢી મૂકવાની હિલચાલ કરી શકે છે એ હં ુ સમજી શક્યો છુ .ં જ ે સત્યાગ્રહી નબળા

ધર્મશિક્ષકોએ કહ્યું છે તેમ તે પણ કહે છે કે દરેક માણસે પોતાનો રાજા બનવાનું છે. દરેક માણસે પોતાના અંતરાત્માનો હુકમ ઉઠાવવાનો છે, ને ઈશ્વરી દરબારની શોધ, બહાર નહીં પણ પોતાના અંતરમાં કરવાની છે. આવા માણસની ઉપર તેની પરવાનગી વિના કોઈ પણ સરકાર સત્તા ચલાવી શકતી નથી

નથી તેઓ આવા અન્યાયી જુ લમની પણ રાવ નથી ખાઈ શકતા. તેઓને તો પોતાનો ધર્મભંગ કરવા કરતાં દેશપાર થવું કે તેથી પણ વધારે ઈજા ઉઠાવવી એ માન્ય હોવું જોઈએ. તેમ જ ે દાખલો આપો છો તેમાં જ તમે સત્યાગ્રહની ખૂબી જોઈ શકશો એવી ઉમેદ રાખું છુ .ં ધારો કે આ દેશપાર થનારા માણસો શરીરબળ વાપરી શકે તેવા છે છતાં સામે થવાને બદલે દેશપાર થવાનું પસંદ કરે છે. શું એ વાત તેઓની વધારે મરદાની અને વધારે નીતિ સાબિત નથી કરતી? [ગાં. અ. ૧૦ : ૨૯૨]

o

હિંદ સ્વરાજ માં ચર્ચેલાં પુસ્તકો ધિ કિંગ્ડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ — ટૉલ્સ્ટૉય વોટ ઇઝ આર્ટ? — ટૉલ્સ્ટૉય ધિ સ્લેવરી ઑફ અવર ટાઇમ્સ — ટૉલ્સ્ટૉય ધિ ફર્સ્ટ સ્ટેપ — ટૉલ્સ્ટૉય હાઉ શેલ વી એસ્કેપ — ટૉલ્સ્ટૉય લેટર ટુ એ હિન્દુ — ટૉલ્સ્ટૉય ધિ વાઈટ સ્લેવ્ઝ ઑફ ઇંગ્લંડ — શેરાર્ડ સિવિલિઝેશન, ઇટ્સ કૉઝ ઍન્ડ ક્યૉર — કાર્પેન્ટર ે ર ધિ ફૅ લસી ઑફ સ્પીડ — ટલ એ ન્યૂ ક્રુસેડ — બ્લાઉન્ટ ઑન ધિ ડ્ટયૂ ી ઑફ સિવિલ ડિસઓબીડિયન્સ — થૉરો

नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

લાઈફ વિધાઉટ પ્રિન્સિપલ — થૉરો અનટુ ધિસ લાસ્ટ — રસ્કિન એ જૉય ફૉર એવર — રસ્કિન ડ્યૂટીઝ ઑફ મૅન — મૅઝિની ડિફે ન્સ ઍન્ડ ડેથ ઑફ સૉક્રેટીસ — પ્લેટોમાંથી પેરેડૉક્સિસ ઑફ સિવિલિઝેશન — મૅક્સ નોરડો પૉવર્ટી ઍન્ડ અન-બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા — દાદાભાઈ નવરોજી ઇકૉનૉમિક હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા — દત્ત વિલેજ કમ્યુનિટીઝ — મેઈન 211


હિં દ સ્વરાજ: સાચા સ્વરાજની દીર્ઘદૃષ્ટિ અવિરતપણે ચાલતી જાહે ર પ્રવૃત્તિમાં પણ,

ગાંધીજીએ પોતાની આંતરિક સંપત્તિ વિકસાવવાનું જારી રાખ્યું. આથી, જવાબદારીનો જ ે ભારે બોજ તેઓ સતત રીતે વહી રહ્યા હતા તેને વહન કરવાની અને મનની સંપર્ણ ૂ પ્રસન્નતા સાચવી રાખવાની શક્તિ તેમને સાંપડી. મગનલાલ પરના પત્રમાં તેમણે લખ્યું, “હિં દુસ્તાનના ઉદ્ધારનો ભાર નકામો માથે ન ઊંચકજો. તમારો પોતાનો જ ઉદ્ધાર કરજો. એટલો ભાર ઘણો જ છે. બધું તમને પોતાને જ લાગુ પાડજો. તમે જ હિં દુસ્તાન છો એમ જાણવામાં આત્માની પ્રૌઢતા રહે લી છે. તમારે ઉદ્ધારે હિં દુસ્તાનનો ઉદ્ધાર છે. બાકી તો આળપંપાળ છે.” રાજકીય સ્વાતંત્ર્ય નૈતિક સ્વાતંત્ર્યનો કેવળ આવિષ્કાર જ છે. અને આ નૈતિક સ્વાતંત્ર્ય કોઈ બાહ્ય શત્રુની સામે નહીં પરં તુ આંતરિક શત્રુની સામે યુદ્ધ ખેલીને હાંસલ કરવાનું છે, એવી મૂળભૂત શ્રદ્ધામાંથી જ ગાંધીજીની સઘળી પ્રવૃત્તિને પ્રેરણા મળતી. એમની આ શ્રદ્ધા વર્ષો થયાં વિકસતી જતી હતી. એક સાધન દ્વારા તેમને મળતી પ્રેરણા બીજા સાધન દ્વારા મળતી પ્રેરણા સાથે એકરૂપ બની ફળદાયી નીવડતી અને તેમના આત્માની નમ્રતા તથા સ્વાભાવિક સચ્ચાઈ, બધી દિશાઓમાંની ઉન્નતિકર અસરને ગ્રહણ કરી લેતી. તેમની એકત્ર થતી જતી આ બધી આંતરિક પ્રેરણા, ચોક્કસ સ્વરૂપે પરિપાક પામીને જ હિં દ સ્વરાજમાં પ્રગટ થઈ. બાઇબલના નવા કરારમાં સેંટ મેથ્યૂનો ૪થો અધ્યાય અથવા સેંટ લ્યૂકનો અધ્યાય જ ે સ્થાન 212

સંપાદક (ગાં. અ. ગ્રંથ ૧૦)

ધરાવે છે તેવું જ સ્થાન ગાંધીજીની કથામાં હિં દ સ્વરાજ ધરાવે છે. ૧૯૦૯ની ગ્રીષ્મ અને પાનખર ઋતુઓ દરમિયાન, જ્યારે તેઓ ઇંગ્લંડમાં હતા, ત્યારે તેમણે જોયું કે એમની દૃષ્ટિએ જ ે લડતને હિં દીઓના સ્વમાન સાથે જ ેટલો સંબંધ છે તેટલો જ સામ્રાજ્યના ભાવિ સાથે છે, તે લડતમાં તેમને ટેકો આપવાને શાહી સરકાર અશક્ત અને નારાજ છે. વળી તેઓ જ્વલંત દેશભક્તિથી ઊભરાતા એવા ઘણા હિં દી યુવાનોના ગાઢ સંપર્કમાં આવ્યા, જ ેઓ હિં દુસ્તાનની સ્વતંત્રતા હાંસલ કરવા માટે હિં સાનો ઉપયોગ કરવા તત્પર હતા. પ્રતિનિધિમંડળની આગેવાની લઈને તેઓ ત્યાં પહોંચ્યા તેના થોડા જ દિવસ અગાઉ કર્ઝન વાઈલીનું ખૂન થયું. આ બનાવથી આ જૂ થની પ્રવૃત્તિ તરફ લોકોનું ખૂબ ધ્યાન ખેંચાયું હતું. આ દેશભક્તોની હિં મત માટે ગાંધીજીને આદર હતો પરં તુ તેમણે જ ે માર્ગ અખત્યાર કર્યો હતો તેની સામે તેમનો સારો આત્મા કકળી ઊઠ્યો. જ ે આંદોલનની નેમ હિં દીઓના સ્વમાનની રક્ષા કરવાની અને પોતે ઊંચા છે એવી ગોરાઓની તુમાખીભરી માન્યતા સામે તથા આધુનિક સભ્યતા સામે ઝૂઝવાની છે, તેના આગેવાન તરીકે ગાંધીજી માટે, ધીંગરાના કૃ ત્યથી ઊભા થયેલા સવાલ વિશેનું પોતાનું વલણ જાહે ર કરવાનું જરૂરી થઈ પડ્યું. પશ્ચિમની [નિષ્ઠુર] મરુભૂમિમાં રહીને તેમનો ભારે [નૈતિક] ભૂખમરો થયો હતો. એક રાષ્ટ્ર તરીકે સંગઠિત થઈ રહે લા દક્ષિણ આફ્રિકાની [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


બિનગોરી પ્રજા માટે, લંડનની વિનીત પક્ષની સંસ્કારી સરકાર, કોઈ બંધારણીય સલામતીની જોગવાઈ કરી શકે એમ નહોતું. દક્ષિણ આફ્રિકાના હિં દીઓના મર્યાદિત હે તુઓ સિદ્ધ કરવામાં સત્યાગ્રહ નિષ્ફળ ગયો હોય અથવા નિષ્ફળ ગયેલો જણાતો હોય, તો પછી હિં દુસ્તાનમાં બ્રિટિશો સામે શાંતિભર્યા માર્ગોથી સફળતા સાંપડવાની શક્યતા કેટલી? આ પ્રશ્નનો જવાબ હિં દ સ્વરાજ ે આપવાનો હતો. ‘અધિપતિ અને વાચક વચ્ચે સંવાદ’ના રૂપમાં સ્ટીમર પર લખાયેલા આ પુસ્તકમાં આત્મબળ પરની શ્રદ્ધા છોડી દેવા ગાંધીજીને લલચાવનાર વાચક, લંડનમાં તેમને જ ે અનેક હિં દી જુ વાનો મળ્યા હતા અને જ ેમની સાથે તેમણે ચર્ચા કરી હતી તેમનો પ્રતિનિધિ હતો. બ્રિટિશોને હાંકી કાઢવાની કેવળ રાજકીય નેમના મર્યાદિત સંદર્ભમાં આ સવાલનો કોઈ બુદ્ધિગમ્ય જવાબ મળતો નહોતો. પરં તુ નૈતિક શક્તિ દ્વારા રાષ્ટ્રીય પુનરુત્થાનના વિશાળ સંદર્ભમાં તેમની પાસે આ સવાલનો જવાબ હતો અને તેનું વિસ્તૃત વિવરણ તેમણે હિં દ સ્વરાજમાં કર્યું છે આ જવાબ આપીને તેમણે એક આગેવાન તરીકેની પોતાની કારકિર્દીને હોડમાં મૂકી અને એ જવાબના બચાવમાં તેમણે હિં દુ શાસ્ત્રોનો આધાર ટાંક્યો. આ હિં દુ શાસ્ત્રો, “છુ ટકારો” કે મુક્તિ એ માનવજાતે મેળવવાની સરસમાં સરસ વસ્તુ છે એટલો જ અભિપ્રાય નથી ધરાવતાં, પરં તુ તે એવો પણ ઉપદેશ આપે છે કે “દરે કે તુરત છુ ટકારો મેળવવાનાં સાધન હાથ કરવાં.” કોઈ પણ રાજદ્વારી પદ્ધતિના સાચા નૈતિક રહસ્ય માટેની ખૂબ ઊંડી અને દૂરદર્શી ચિંતા સેવીને તેમણે તેમના ટીકાકારોને સ્વરાજનો અર્થ સમજવા માટે પોતાની બુદ્ધિ ચલાવવાને પડકાર કર્યો. તેમણે પૂછ્યું કે તેઓ કેવળ સત્તાની ફે રબદલી તો નથી માગતા ને? હિં દુસ્તાનની આમપ્રજાએ જો नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

રાજકીય સ્વાતંત્ર્ય નૈતિક સ્વાતંત્ર્યનો કેવળ આવિષ્કાર જ છે. અને આ નૈતિક સ્વાતંત્ર્ય કોઈ બાહ્ય શત્રુની સામે નહીં પરંતુ આંતરિક શત્રુની સામે યુદ્ધ ખેલીને હાંસલ કરવાનું છે, એવી મૂળભૂત શ્રદ્ધામાંથી જ ગાંધીજીની સઘળી પ્રવૃત્તિને પ્રેરણા મળતી. એમની આ શ્રદ્ધા વર્ષો થયાં વિકસતી જતી હતી. એક સાધન દ્વારા તેમને મળતી પ્રેરણા બીજા સાધન દ્વારા મળતી પ્રેરણા સાથે એકરૂપ બની ફળદાયી નીવડતી

સ્વમાનભરે લું અને નૈતિક મૂલ્યવાળું જીવન જીવવું હોય તો હિં દુસ્તાને રાજદ્વારી સ્વતંત્રતા મેળવવી જોઈએ તેમ જ નૈતિક સ્વતંત્રતા પણ મેળવવી જોઈએ. નૈતિક ગુલામીનાં કયાં કયાં લક્ષણો છે? એક તો યંત્રસામગ્રી તેમ જ બીજુ ં વકીલો, દાક્તરો અને વહીવટી તંત્રના સંચાલકો જ ેવા ધંધાધારી વર્ગોની ઉન્નતિ. આ વર્ગો જાણ્યેઅજાણ્યે, હિં દુસ્તાનમાં બ્રિટિશ રાજઅમલને ટકાવી રાખે છે, બ્રિટિશોની સાથે હાથ મિલાવીને લોકસમૂહનું શોષણ કરી રહ્યા છે, અને તેમના માલિકોનું અનુકરણ કરીને તેઓ એવા પ્રકારની જીવનપ્રણાલી દાખલ કરી રહ્યા છે જ ે શરીરની આળપંપાળ કરે છે અને આત્માને અતૃપ્ત રાખે છે. નૈતિક સ્વતંત્રતા એટલે પોતાની નૈતિક ભાવનાઓ અને પ્રાચીન પરં પરાને અનુરૂપ રહીને આર્થિક, સામાજિક અને રાજકીય સંસ્થાઓનું ઘડતર કરવાની હિં દના લોકોની સ્વતંત્રતા. ઉછીના માગી આણેલા આદર્શોના ભપકાથી અંજાઈ જઈને તેમને અનુકૂળ થવાને બદલે, પોતાની ખુદની નૈતિક તાકાત વડે વધવાની, વિકાસ પામવાની અને પોતાની ભૂલો સુધારવાની સ્વતંત્રતા. આથી, નછૂટકે તેમણે હિં દ સ્વરાજમાં, ઔદ્યોગિક અને રાજકીય ક્ષેત્રોમાં થઈ રહે લા હિં દના આધુનિકીકરણ સામે પ્રહારો કર્યા છે. ગાંધીજીએ 213


પશ્ચિમની સંસ્કૃતિનો ખૂબ જ ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો અને હવે તેમણે સૌ કોઈએ જ ેને અનિષ્ટો તરીકે સ્વીકાર્યાં છે એવાં સ્પર્ધાત્મક, ઔદ્યોગિક અને બિનનૈતિક સમાજનાં અનિષ્ટો પરથી પોતાની નજર ભયભીત બનીને ખસેડી લીધી હતી. તેઓ માનતા હતા કે આ ઠગારા વિષમાંથી ઊગરી જવા હિં દુસ્તાન માટે હજુ પણ સમય છે અને જો તે એમાંથી ઊગરી જાય તો રાજકીય સ્વતંત્રતા તો તેને માગતાની સાથે મળે એમ છે. પાછળથી તેમના આ પુસ્તકને લઈને તેમના પર તેઓ જૂ ના જમાનાના આદમી છે એવા આક્ષેપો મૂકવામાં આવ્યા અને કેટલાક લોકોએ તેનો ઉપયોગ તેમના નેતૃત્વને હિં દુસ્તાનના શિક્ષિત વર્ગની નજરમાં ઉતારી પાડવા માટે કર્યો. પરં તુ તેઓ પોતાની માન્યતામાં અચળ રહ્યા. સ્વાભાવિક સાદગીવાળા જીવનને તેઓ વ્યક્તિ તથા સમૂહના સ્વાસ્થ્યપૂર્ણ વિકાસ અને કલ્યાણ માટે જરૂરી માનતા હતા.

એટલે દક્ષિણ આફ્રિકામાં તેઓ રહ્યા તે દરમિયાન પણ તેમણે, તેમના પોતાના જીવનને અને જ ે સહકાર્યકરો તેમનું નેતૃત્વ સ્વીકારતા હતા તેમના જીવનને આ આદર્શ પ્રમાણે ઘડવાનો પ્રયત્ન કર્યો. સત્યાગ્રહની લડતને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને લઈને તેમને ટૉલ્સ્ટૉય ફાર્મ શરૂ કરવું પડ્યું હતું. ત્યાં સત્યાગ્રહીઓનાં કુ ટુબ ં ોને ઓછામાં ઓછા ખર્ચે નભાવવામાં આવતાં હતાં. આ તકનો લાભ લઈને તેમણે સહકાર, સ્વાવલંબન અને શારીરિક શ્રમ ઉપર તેમ જ ખાસ કરીને ખોરાક તથા સ્ત્રીપુરુષસંબંધ અંગે વ્યક્તિગત જીવનમાં વધુ ને વધુ આત્મસંયમ કેળવવા ઉપર આધાર રાખતાં સમૂહજીવનનાં નવાં સ્વરૂપો અંગે પ્રયોગો કર્યા. ટૉલ્સ્ટૉય ફાર્મ તેમના હવે પછીના જીવન માટેનો એક નમૂનો બની ગયું. એમના નૈતિક વિકાસમાં એ ખરે ખરો સર્જનાત્મક તબક્કો દર્શાવતું હતું અને લાંબા સમય સુધી તેમને એનું સુખદ સ્મરણ રહ્યા કર્યું. o

હિંદ સ્વરાજની ચેતવણી

યુરોપની સત્તાઓની અથડામણોમાંથી ભડકો થવાની ગાંધીએ આગાહી કરેલી તે પાંચ વર્ષ પછી જ, પહેલા વિશ્વયુદ્ધ રૂપે સાચી પડે છે. એટલે એવું કહી શકાય કે સમય વીતવાની સાથે જેમ જેમ વિશ્વ વધુ ને વધુ હિંસાની હોળીનો ભોગ બનતું ચાલ્યું, ઉપભોક્તાવાદે માઝા મૂકી તેમ તેમ કદાચ આ પુસ્તકની પ્રસ્તુતતા વધતી જાય છે. આપણે પ્રગતિની વ્યાખ્યા જ ખોટી કરી બેઠા જેના પરિણામે સમૃદ્ધિની આંધળી દોટમાં એટલાં તો સ્વકેન્દ્રી બની ગયા કે બીજાનું શું થશે તેની ચિંતા જ ન કરી. આજે આખું વિશ્વ સામાજિક, આર્થિક, રાજકીય સ્તરે જે સંકટોનો સામનો કરી રહ્યું છે એને ગાંધી એક સદી પહેલાં પામી ગયેલા. હિંદ સ્વરાજ દ્વારા ગાંધી માત્ર હિંદસુ ્તાનને જ નહીં, સમગ્ર માનવજાતને ચેતવણી આપે છે. પરંતુ આપણે એ ચેતવણી ઘોળીને પી ગયા. પરિણામે આજે વિશ્વની હાલત તો જુઓ! પ્રાકૃતિક સ્રોત ખતમ થવા બેઠા, પ્રદૂષણે માઝા મૂકી, પર્યાવરણનું સમતોલન ડામાડોળ થઈ ગયુ… ં આજે સમજાય છે કે હિંદ સ્વરાજના વિચારો જરાક પણ વાયવી ન હતા. સાચું હિંદસુ ્તાન ગામડે વસે છે, એને સ્વતંત્રતા આપવી તે જ સાચી સ્વતંત્રતા એવી ગાંધીની વાત જો માની હોત તો આજે એકાદ ઉદ્યોગ તૂટવાની સાથે સેંકડો ગામડાં તૂટી પડે છે તેવું ના થયું હોત. પણ આપણે વિકાસની આંધળી દોટમાં તૂટતાં જતાં ગામડાં અને ફાલતાં જતાં શહેરો સામે આંખ-મીંચામણાં કર્યાં. તેના પરિણામે આજે ફદફદી ગયેલાં શહેરોની સામે હાથકાંડા કાપીને બેઠલ ે ાં ગામડાંઓની બેહાલી જોવાનો વારો આવ્યો છે. — શરીફા વીજળીવાળા 214

[ न. અ. ઑક્ટો-નવે, ૨૦૧૮ ]

[ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


હિં દ સ્વરાજ: માનવ સુખાકારીનો દસ્તાવેજ

મહાદેવ દેસાઈ

હિંદ સ્વરાજની પ્રથમ આવૃત્તિમાં દર્શાવેલા ગાંધીજીના વિચારો બદલાયા નથી એ સાચું, પણ તેનો ઉત્તરોત્તર વિકાસ તો થતો જ ગયો છે. મારા નીચે આપેલા લેખમાં એ વિકાસ વિશે કંઈક વિવેચન કરેલું છે, તે વાચકની આગળ ગાંધીજીના વિચારોને મ૰ હ૰ દે૰] વધારે વિશદ કરવામાં સહાયકર્તા થશે એવી આશા છે.

‘આર્યન પાથ’ માસિકે જ હિં દ સ્વરાજ અંક પ્રસિદ્ધ કર્યો છે. એવો અંક કાઢવાની કલ્પના જ ેમ અપૂર્વ છે, તેમ તેનાં રૂપરં ગ પણ સુંદર છે. એની પ્રસિદ્ધિ શ્રીમતી સોફિયા વાડિયાના ભક્તિભાવભર્યા શ્રમને આભારી છે. તેમણે હિં દ સ્વરાજની નકલો પરદેશમાં અનેક મિત્રોને મોકલેલી, ને તેમાં જ ે અગ્રેસર હતા તેમને એ પુસ્તક વિશેના પોતાના વિચાર લખી જણાવવા કહે લું. શ્રીમતી વાડિયાએ પોતે તો એ પુસ્તક વિશે ખાસ લેખો લખ્યા જ હતા, અને એમાં ભારતવર્ષના ભવિષ્ય માટે ઉજ્જ્વળ આશા રહે લી છે એવા વિચાર પ્રગટ કરે લા. પણ એમાં યુરોપની અંધાધૂંધીનું પણ નિવારણ કરવાની શક્તિ રહે લી છે એમ તેમને યુરોપનાં વિચારકો અને લેખકલેખિકાઓ પાસે કહે વડાવવું હતું, એટલે તેમણે આ યોજના કાઢી. તેનું પરિણામ સરસ આવ્યું છે. આ ખાસ અંકમાં અધ્યાપક સૉડી, કોલ, ડિલાઇલ બર્ન્સ, મિડલટન મરી, બેરેસફર્ડ, હ્યુ ફૉસેટ, ક્લૉડ હૂટન, જિરાલ્ડ હર્ડ, કુ મારી રૅથબોન વગેરે અનેક નામાંકિત લેખક-લેખિકાઓના લેખો આવેલા છે. એમાંનાં કેટલાંક શાંતિવાદી ને સમાજવાદી તરીકે જાણીતાં છે. પણ જ ેમના વિચારો શાંતિવાદ અને સમાજવાદની વિરુદ્ધ છે એવાંઓના લેખ પણ આ અંકમાં આવ્યા હોત તો એ અંક કેવો બનત! જ ે લેખો આપેલા છે તેની ગોઠવણ એવી રીતે કરી છે કે ‘શરૂઆતના લેખોમાં જ ે ટીકાઓ ને વાંધાઓ દર્શાવાયાં છે તેમાંથી ઘણાંખરાંના ઉત્તર પાછળના લેખોમાં અપાયા છે.’ પણ એકબે ટીકા લગભગ સર્વ લેખકોએ કરી છે, એટલે તેનો વિચાર અહીં કરવો ઘટે છે; કેટલીક नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

વસ્તુઓ કહે વાઈ છે તેનો તરત સ્વીકાર કરી લેવા જ ેવો છે. દાખલા તરીકે, અધ્યાપક સૉડીએ લખ્યું છે કે તે પોતે હમણાં જ હિં દુસ્તાન આવી ગયા હતા, ને ત્યાં તેમણે એવું કંઈ ન જોયું જ ે બહારથી જોતાં એમ લાગે કે હિં દ સ્વરાજમાં દર્શાવેલા સિદ્ધાંતોને કંઈ ઝાઝી સફળતા મળી છે. આ સાવ સાચી વાત છે. એટલી જ સાચી વાત મિ. કોલે કહી છે કે ‘ગાંધીજી કેવળ વ્યક્તિગત દૃષ્ટિએ વિચારતાં આવા સ્વરાજની નજીક માણસથી પહોંચાય એટલા પહોંચ્યા છે ખરા; પણ તે ઉપરાંત એક બીજો પ્રશ્ન રહે છે : મનુષ્ય-મનુષ્ય વચ્ચેની જ ે ખાઈ છે, પોતે એકલા અમુક આચરણ કરવું અને બીજાઓને તેમની મતિ પ્રમાણે આચરવામાં મદદ કરવી, એ બેની વચ્ચે જ ે અંતર છે, તે કેમ પૂરી શકાય એનો. આ બીજી વસ્તુને અંગે બીજાઓની સાથે રહીને, તેમનામાંના એક બનીને, તેમની સાથે તાદાત્મ્ય સાધીને આચરણ કરવું પડે છે — એકી જ વખતે પોતાનું અસલ વ્યક્તિત્વ અને બીજાનું ધારણ કરે લું વ્યક્તિત્વ (જ ેનાં પોતે નિરીક્ષણ, ટીકા ને મૂલ્યાંકન કરી શકે) એમ બે રીતનાં વર્તન રાખવાં પડે છે. ગાંધીજીએ પોતાના આચરણની સાધના પરાકાષ્ઠાએ પહોંચાડી છે ખરી, પણ આ બીજા પ્રશ્નનો ઉકેલ તેઓ પોતાને સંતોષ થાય એવી રીતે લાવી શક્યા નથી.’ વળી જૉન મિડલટન મરી કહે છે તે પણ ખરું છે કે ‘અહિં સાને માત્ર રાજનૈતિક દબાણના એક સાધન તરીકે વાપરવામાં આવે ત્યારે તેની શક્તિ જલદી ખૂટી જાય છે,’ — અને પછી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે 215


કે ‘એવી અહિં સાને સાચી અહિં સા કહી શકાય ખરી?’ પણ આ આખી ક્રિયા એ અનવધિ વિકાસની છે. એ સાધ્યની સિદ્ધિને માટે મથતાં મથતાં માણસ સાધનની સંપૂર્ણતાને માટે પણ મથતો જાય છે. અહિં સા અને પ્રેમનો સિદ્ધાંત બુદ્ધ અને ઈશુ ખ્રિસ્તે સેંકડો વરસ પર ઉપદેશ્યો હતો. એ સેંકડો વરસમાં છૂટીછવાઈ વ્યક્તિઓએ નાના નાના ને મર્યાદિત પ્રમાણવાળા પ્રશ્નોમાં એનો પ્રયોગ કરે લો છે. ગાંધીજીને વિશે એક વસ્તુ સ્વીકારાઈ ચૂકી છે, ને તેનો ઉલ્લેખ કરતાં આ લેખસંગ્રહમાં જિરાલ્ડ હર્ડે કહ્યું છે કે ‘ગાંધીજીના પ્રયોગમાં આખા જગતને રસ છે ને તેનું મહત્ત્વ યુગો સુધી કાયમ રહે શે, તેનું કારણ એ છે કે એમણે એ વસ્તુનો પ્રયોગ સામુદાયિક અથવા રાષ્ટ્રીય પાયા પર કરવાનો પ્રયત્ન કર્યો છે.’ એ પ્રયોગની મુશ્કેલીઓ તો સ્પષ્ટ છે, પણ ગાંધીજીને વિશ્વાસ છે કે એ મુસીબતો પાર કરવી અશક્ય નથી. હિં દુસ્તાનમાં ૧૯૨૧માં એ પ્રયોગ અશક્ય લાગ્યો અને છોડી દેવો પડ્યો હતો, પણ જ ે તે વખતે અશક્ય હતું તે ૧૯૩૦માં શક્ય થયું. હજુ પણ ઘણી વાર એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ‘અહિં સક સાધન એટલે શું?’ એ શબ્દનાં સર્વસ્વીકૃત અર્થ અને મર્યાદા ઘડતાં અને તેને પ્રચલિત કરતાં પહે લાં અહિં સાના દીર્ઘ કાળના પ્રયોગ અને આચરણની જરૂર રહે શે. પશ્ચિમના વિચારકો ઘણી વાર ભૂલી જાય છે કે અહિં સાના આચરણમાં પ્રથમ અનિવાર્ય ને આવશ્યક વસ્તુ તે પ્રેમ છે, અને શુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમ એ મન અને શરીરની નિષ્કલંક શુદ્ધિ વિના અશક્ય, અપ્રાપ્ય   છ.ે હિં દ સ્વરાજની સ્તુતિભરે લી સમાલોચના કરતાં સર્વ લેખકે એક વસ્તુનો ઉલ્લેખ કર્યો છે : તે ગાંધીજીનો યંત્રો સામેનો વિરોધ. એ વિરોધને આ સમાલોચકો અકારણ ને અયોગ્ય માને છે. મિડલટન 216

મરી કહે છે, ‘ગાંધીજી તેમના વિચારની તીવ્રતામાં એ ભૂલી જાય છે કે જ ે રેં ટિયો તેમને અતિપ્રિય છે તે પણ એક યંત્ર જ છે, અને કુ દરતે નહીં પણ માણસે સરજ ેલી એક કૃત્રિમ વસ્તુ છે. તેમના સિદ્ધાંત પ્રમાણે તો તેનો પણ નાશ કરવો પડે.’ ડિલાઇલ બર્ન્સ કહે છે, ‘આ ધરમૂળનો વિચારદોષ છે. તેમાં ગર્ભિત રીતે એમ સૂચવેલું છે કે જ ે કોઈ સાધનનો દુરુપયોગ થાય તેને આપણે નૈતિક દૃષ્ટિએ હીન ગણવું જોઈએ. પણ રેં ટિયો પણ યંત્ર જ છે, અને નાક પરનાં ચશ્માં એ પણ આંખને મદદ કરવા સારુ યોજ ેલું એક યંત્ર જ છે. હળ પણ યંત્ર છે; અને પાણી ખેંચવાનાં જૂ નામાં જૂ નાં યંત્રો પણ કદાચ માનવી જીવન સુધારવાના મનુષ્યના હજારો વરસના સતત પ્રયત્નનાં છેવટ છેવટનાં ફળ હશે. . . . કોઈ પણ યંત્રનો દુરુપયોગ થવાનો સંભવ રહે છે ખરો;

આર્યન પાથનું મુખપૃષ્ઠ

[ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


પણ તેમ હોય તો તેમાંની નૈતિક હીનતા યંત્રમાં નહીં, પણ તેનો દુરુપયોગ કરનાર માણસમાં રહે લી છે.’ મારે એટલું કબૂલ કરવું જોઈએ કે ગાંધીજીએ ‘તેમના વિચારની તીવ્રતામાં’ યંત્રો વિશે અણઘડ ભાષા વાપરી છે. અને આજ ે જો તેઓ એ પુસ્તક ફરી સુધારવા બેસે તો એ ભાષા પોતે જ બદલે. કેમ કે મારી ખાતરી છે કે મેં ઉપર આપ્યાં છે એ આ સમાલોચકોનાં બધાં કથનો ગાંધીજી સ્વીકારે ; અને જ ે નૈતિક ગુણો યંત્રો વાપરનાર માણસમાં રહે લા છે તે ગુણોનું આરોપણ તેમણે યંત્રોને વિશે કદી કર્યું નથી. દાખલા તરીકે, ૧૯૨૪માં તેમણે જ ે ભાષા વાપરે લી તે ઉપર આપેલાં બે અવતરણોની યાદ આપે છે. એ વરસે દિલ્હીમાં થયેલો એક સંવાદ હં ુ અહીં ઉતારું છુ  ં : ‘આપ યંત્રમાત્રની વિરુદ્ધ છો શું?’ રામચન્દ્રનના સરળ ભાવે પુછાયેલા આ પ્રશ્ન ઉપર સ્મિત કરતાં ગાંધીજીએ જવાબ આપ્યો : ‘હં ુ કેમ હોઈ શકું? જ્યારે હં ુ જાણું છુ ં કે આ શરીર પણ એક અતિશય નાજુ ક યંત્ર છે. ખુદ રેં ટિયો પણ યંત્ર જ છે; નાની દાંતખોતરણી પણ યંત્ર છે. મારો વાંધો યંત્રો સામે નહીં, પણ યંત્રોની ઘેલછા સામે છે. આજ ે તો જ ેને શ્રમનો બચાવ કરનારાં યંત્રો કહે વામાં આવે છે તેની લોકોને ઘેલછા લાગી છે. શ્રમનો બચાવ થાય છે ખરો, પણ લાખો લોકો કામ વિનાના થઈ ભૂખે મરતા રસ્તા ઉપર ભટકે છે. સમય અને શ્રમનો બચાવ હં ુ પણ ઇચ્છું છુ ,ં પરં તુ તે અમુક વર્ગનો નહીં, આખી માનવજાતિનો થવો જોઈએ. થોડા ગણ્યાગાંઠ્યા પાસે સંપત્તિનો સંચય થાય એમ નહીં. પણ સૌની પાસે થાય એમ હં ુ ઇચ્છું છુ .ં આજ ે તો થોડા માણસોને કરોડોની કાંધ ઉપર ચડી બેસવામાં યંત્રો મદદગાર થઈ રહ્યાં છે. યંત્રોના ઉપયોગની પાછળ પ્રેરક કારણ नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

જિરાલ્ડ હર્ડે કહ્યું છે કે ‘ગાંધીજીના પ્રયોગમાં આખા જગતને રસ છે ને તેનું મહત્ત્વ યુગો સુધી કાયમ રહેશે, તેનું કારણ એ છે કે એમણે એ વસ્તુનો પ્રયોગ સામુદાયિક અથવા રાષ્ટ્રીય પાયા પર કરવાનો પ્રયત્ન કર્યો છે.’

શ્રમના બચાવનું નથી, પણ ધનના લોભનું છે, અત્યારની આ ચાલુ અર્થવ્યવસ્થા સામે મારી તમામ શક્તિ ખર્ચીને હં ુ યુદ્ધ ચલાવી રહ્યો છુ .ં ’ રામચન્દ્રને આતુરતાથી કહ્યું : ‘ત્યારે તો, બાપુજી, તમારો ઝઘડો યંત્રોની સામે નહીં, પણ અત્યારે ચાલી રહે લા યંત્રોના દુરુપયોગની સામે   છ?ે ’ ‘જરાયે આનાકાની વિના હં ુ કહં ુ છુ ં કે “હા”, પરં તુ એટલું ઉમેરવા ઇચ્છું છુ ં કે યાંત્રિક સંશોધનો અને વિજ્ઞાન એ પહે લપ્રથમ લોભનાં સાધનો મટી જવાં જોઈએ. પછી કામદારો પાસે ગજા ઉપરાંત કામ કરાવવામાં નહીં આવે, અને યંત્રો નડતરરૂપ થવાને બદલે સહાયતારૂપ થઈ પડશે. મારો ઉદ્દેશ યંત્રમાત્રનો વિનાશ કરવાનો નથી, પણ યંત્રોની મર્યાદા આંકવાનો છે.’ રામચન્દ્રને કહ્યું : ‘એ દલીલ આગળ લંબાવીએ તો એનો અર્થ એ થાય કે ભૌતિક શક્તિથી ચાલતાં અને ભારે અટપટાં એવાં તમામ યંત્રોનો ત્યાગ કરવો જોઈએ.’ ગાંધીજીએ સ્વીકાર્યું : ‘ત્યાગ કરવોયે પડે. પણ હં ુ એક વસ્તુ સ્પષ્ટ કરીશ. આપણે જ ે કાંઈ કરીએ તેમાં પ્રધાન વિચાર માનવહિતનો હોવો જોઈએ. માણસનાં અંગોને કામને અભાવે જડ 217


અને નિરુપયોગી કરી નાખવા તરફ યંત્રોની પ્રવૃત્તિ ન હોવી જોઈએ. એટલા માટે હં ુ યંત્રોનો વિવેક કરું . દાખલા તરીકે, સિંગરના સીવવાના સંચાને હં ુ વધાવી લઉં છુ .ં સઘળી આધુનિક શોધોમાં બહુ ઉપયોગી એવી થોડી ચીજોમાંની આ એક છે. એની શોધની પાછળ અદ્ભુત ઇતિહાસ છે. પોતાની સ્ત્રીને સીવવાનું ને ઓટવાનું કંટાળાભરે લું કામ કરતાં સિંગરે જોઈ. પત્ની પ્રત્યેના તેના પ્રેમે તેને અનાવશ્યક શ્રમમાંથી ઉગારી લેવા આ સંચાની યોજના કરવા પ્રેર્યો. આ શોધ કરીને તેણે માત્ર પોતાની પત્નીનો જ શ્રમ બચાવ્યો નથી, પણ તેનો સીવવાનો સંચો ખરીદી શકે તે સહુને હાથે સીવવાના કંટાળાભરે લા શ્રમમાંથી મુક્ત કર્યા  છ.ે ’ રામચન્દ્રને કહ્યું : ‘પરં તુ સિંગરના સીવવાના સંચા બનાવવાને તો મોટુ ં કારખાનું જોઈએ. અને તેમાં ભૌતિક શક્તિથી ચાલતાં યંત્રોનો ઉપયોગ કરવો જ પડે!’ રામચન્દ્રનના ઉત્કંઠિત વિરોધ પ્રત્યે સ્મિત કરતાં ગાંધીજીએ કહ્યું : ‘હા, પરં તુ હં ુ એટલો સમાજવાદી તો છુ ં જ કે આવાં કારખાનાં રાષ્ટ્રની માલકીનાં હોય અથવા પ્રજાકીય સરકાર તરફથી ચાલતાં હોય એમ કહં ુ . અત્યંત સુંદર અને આદર્શ પરિસ્થિતિમાં આવાં કારખાનાં ચાલતાં હોય. તેની હસ્તી નફાને માટે નહીં પણ લોકહિતને અર્થે હોય. લોભને સ્થાને પ્રેમને સ્થાપવાનો એનો ઉદ્દેશ હોય. મારે તો એ જોઈએ છે કે મજૂ રોની સ્થિતિમાં સુધારો થાય. ધન પાછળ આજની ગાંડી દોડ અટકવી જોઈએ. મજૂ રોને કેવળ સારી રોજી મળે એટલું જ નહીં, પણ તેમનાથી થઈ શકે એવું કામ દરરોજ મળી રહે વું જોઈએ. આવી સ્થિતિમાં યંત્ર સરકારને 218

મારી કલ્પનામાં યંત્રો વિશે કેટલાક અપવાદો છે તેમાંનો આ એક છે. સિંગરના સંચાની પાછળ પ્રેમ રહેલો હતો, એટલે માનવસુખનો વિચાર પ્રધાન હતો. માનવશ્રમનો બચાવ એ યંત્રનો ઉદ્દેશ છે. તેનો ઉપયોગ કરવાની પાછળ હેતુ ધનના લોભનો નહીં, પણ પ્રામાણિક રીતે દયાનો હોવો જોઈએ

અથવા તેના માલિકને જ ેટલો લાભ કરશે તેટલો જ લાભ તે ચલાવનાર કામદારને પણ કરશે. મારી કલ્પનામાં યંત્રો વિશે કેટલાક અપવાદો છે તેમાંનો આ એક છે. સિંગરના સંચાની પાછળ પ્રેમ રહે લો હતો, એટલે માનવસુખનો વિચાર પ્રધાન હતો. માનવશ્રમનો બચાવ એ યંત્રનો ઉદ્દેશ છે. તેનો ઉપયોગ કરવાની પાછળ હે તુ ધનના લોભનો નહીં, પણ પ્રામાણિક રીતે દયાનો હોવો જોઈએ. દાખલા તરીકે, ઠરડાયેલી ત્રાકોને સીધી કરવાના યંત્રનો હં ુ બહુ સત્કાર કરું , પણ લુહારો ત્રાકો બનાવતા બંધ થઈ જાય એવો ઉદ્દેશ હં ુ ન રાખું. ત્રાક ઠરડાય ત્યારે દરે ક કાંતનાર પાસે સીધી કરી લેવાનું યંત્ર હોય એટલું જ હં ુ ઇચ્છું. માટે લોભને સ્થાને પ્રેમને સ્થાપો. એટલે સૌ રૂડાં વાનાં થશે.’ મને નથી લાગતું કે ઉપરના સંવાદમાં ગાંધીજીએ કહે લી વસ્તુની સામે આ ટીકાકારોમાંથી કોઈને સિદ્ધાંતનો કશો વાંધો હોય. દેહની પેઠ ે યંત્ર પણ, એ જો આત્માના વિકાસમાં મદદ કરે તો, અને જ ેટલે અંશે મદદ કરે તેટલે અંશે જ, ઉપયોગી   છ.ે એવું જ પશ્ચિમના સુધારાને વિશે. ‘પશ્ચિમનો સુધારો મનુષ્યના આત્માનો મહાશત્રુ છે,’ એ કથનનો વિરોધ કરતાં મિ. કોલ લખે છે : ‘હં ુ કહં ુ છુ ં કે [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


સ્પેન અને ઍબિસીનિયાના ભીષણ સંહારો, અમારે માથે નિરં તર ઝઝૂમી રહે લો ભય, સર્વ પ્રકારની રિદ્ધિસિદ્ધિ પેદા કરવાની શક્તિ મોજૂ દ હોવા છતાં કરોડોને ભોગવવું પડતું દારિદ્રય, એ અમારા પશ્ચિમના સુધારાનાં દૂષણ છે, ગંભીર દૂષણ છે. પણ એ સ્વભાવસિદ્ધ નથી, એ સુધારાની જડ નથી. . . .હં ુ એમ નથી કહે તો કે અમે અમારા આ સુધારાને સુધારીશું; પણ એ સુધરી શકે એવો રહ્યો જ નથી એમ હં ુ નથી માનતો. જ ે વસ્તુઓ માનવી- આત્માને સારુ આવશ્યક છે તેના નર્યા ઇનકાર પર એ સુધારાની રચના થયેલી છે એમ હં ુ નથી માનતો.’ સાવ સાચી વાત છે. અને ગાંધીજીએ એ સુધારાનાં જ ે દૂષણ બતાવ્યાં તે સ્વભાવસિદ્ધ દૂષણ નહોતાં,

પણ તેની પ્રવૃત્તિઓમાં રહે લાં દૂષણ હતાં, અને આ પુસ્તકમાં ગાંધીજીનો હે તુ હિં દી સુધારાની પ્રવૃત્તિઓ પશ્ચિમના સુધારાની પ્રવૃત્તિઓથી કેટલી ભિન્ન છે તે બતાવવાનો હતો. પશ્ચિમનો સુધારો સુધારવો અશક્ય નથી એ મિ. કોલની વાતમાં ગાંધીજી પૂર્ણપણે સંમત થાય; તેઓ એ પણ કબૂલ કરે કે પશ્ચિમને પશ્ચિમી ઢબનું સ્વરાજ જ જોઈશે; અને તેઓ એ પણ સહે જ ે સ્વીકારે કે એ સ્વરાજ ‘ગાંધીના જ ેવા આત્મનિગ્રહવાળા પુરુષોની કલ્પના અનુસાર ઘડાયેલું હોય ખરું , પણ એ પુરુષો અમારી પશ્ચિમની ધાટીના હોય, ને એ ધાટી ગાંધીજીની કે હિં દુસ્તાનની નથી પણ પશ્ચિમની નિરાળી છે.’ (હિં દ સ્વરાજમાંથી)

o

સાચી ક્રાંતિ માટેનું પુસ્તક

જૉન મિડલટન મરેએ એ પુસ્તકને ‘Spiritual Classics of the World’ (જગતનું આધ્યાત્મિક શુદ્ધિ મંદિર) તરીકે ઓળખાવ્યું હતું. પણ એમાંની ગાંધીજીની ટીકાઓ સામે ગાંધીજીના જ સિદ્ધાંતો એમણે ધર્યા હતા. દા.ત., એમનો પ્રેમનો સિદ્ધાંત. “સત્યાગ્રહ યંત્રને કાબૂમાં લેવાનું ન શીખવી શકે?” એમ પૂછી એમણે કહ્યું હતું : “ગાંધીજી તેમના વિચારની તીવ્રતામાં એ ભૂલી જાય છે કે જે રેંટિયો તેમને અતિ પ્રિય છે તે પણ એક જ યંત્ર જ છે, અને કુદરતે નહીં પણ માણસે સરજેલી એક કૃત્રિમ વસ્તુ છે. એમના સિદ્ધાંત પ્રમાણે તો તેનો પણ નાશ કરવો પડે.” એચ. આઈ. એ. ફૉસેટે એ પુસ્તકને ‘Profoundly revolutionary little book’ ગણાવીને કહેલું : “આપણે જો જીવનનો સર્જનાત્મક હેતુ પરિપૂર્ણ કરવા ઇચ્છતા હોઈએ તો આપણા સર્વેમાં જે સાચી ક્રાંતિ ઉદ્ભવવી જોઈએ તે માટેનું અદ્યતન માર્ગદર્શન કરાવનારી શ્રેષ્ઠ પુસ્તિકા છે. વિદેશી લેખકોની ટીકાઓના મહાદેવભાઈએ આપેલા જવાબ ‘હિંદ સ્વરાજ’ની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં જ છે. એટલે આપણે એની વિગતે ન જતાં શ્રી દર્શકના શબ્દોમાં નોંધીએ : “ ‘હિંદ સ્વરાજ’માં યંત્રોનો હાડોહાડ કરેલ વિરોધ અને આજે એ સંબંધમાં એમણે પોતે સંસ્કારેલી દૃષ્ટિ — એવા યંત્રોનાં કારખાનાંની સામૂહિક માલિકીનો સ્વીકાર એ બધું સરખાવી જોઈએ તો લાગે કે બાપુ હંમેશ વિકાસ પામતા રહ્યા છે.” રમણ મોદી (ગાંધીજીનું સાહિત્યમાંથી)

नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

219


હિં દ સ્વરાજ: ગાંધીજીના જીવનકાર્યની રૂપરે ખા આલેખતું પુસ્તક “અમારો વિશ્વાસ છે કે, અમે અમારા નિશ્ચય ઉપર

કાયમ રહીશું તો જ ે ઈશ્વરને નામે અમે પ્રતિજ્ઞા લીધી છે તે તેને પૂરી કરશે. અમે જ ે થોડા છીએ તે પ્રતિજ્ઞાપાલન કરવાના જ છીએ ને આશા રાખવાના છીએ કે, અમારી દુ:ખ સહન કરવાની શક્તિ અંતે તેમના હૃદયને પણ ભેદશે ને તેઓ ‘એશિયાટિક ઍક્ટ’ (એશિયાવાસીઓ માટે રં ગદ્વેષને આધારે ટ્રાન્સવાલમાં બનાવવામાં આવેલો કાયદો) રદ કરશે.” આવો નમ્ર અને દૃઢ ઉત્તર વાળીને બાપુજીએ દક્ષિણ આફ્રિકા પાછા વળવાને ઇંગ્લંડનો કિનારો છોડ્યો. નિરાશ થયેલું કે હારે લું મનુષ્યહૃદય વિલાયતની સ્ટીમર, હિં દી મહાસાગરથીયે ચડે એવા વિશાળ આટલાંટિક મહાસાગરની ભવ્ય સમુદ્રયાત્રા અને અદ્ભુત એવા આફ્રિકાના ખંડના ઉત્તર છેડથે ી દક્ષિણ છેડા સુધીમાં વચ્ચે આવતાં બંદરો, — વગેરે વચ્ચે વિશ્રામ લેવા ઇચ્છે, શાંતિ ઇચ્છે અને મન હળવું કરવાનો થોડોઘણો વિનોદ મેળવવા ઇચ્છે. વળી ટ્રાન્સવાલમાં પહોંચ્યા પછી બાપુજીને જ ેલ જઈ જઈને થાકેલા હિં દીઓને નિરાશાના જ સમાચાર આપવાના હતા. કેટલા હવે સત્યાગ્રહમાં સાથ પુરાવશે એ કહે વાય એમ ન હતું. પોતે પાંચપચીસ જણા જ કે એકલા જ રહી જાય તોયે એમને તો પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવાનું જ હતું. બળબળતા દાવાનળ વચ્ચે પોતાને એકલા વિહરવાનું હતું. એટલે એવા મહાકષ્ટમાં પગ મૂકતાં પહે લાં તેઓ સ્ટીમરમાં થોડાક દિવસ લહે રમાં વિતાડે તો એ અણઘટતું ઠરે એમ ન હતું. મોજમજા કરવાની અને સુખચેનમાં દિવસો પસાર કરવાની જોઈએ તેટલી સગવડ તો એ આલેશાન સ્ટીમરોમાં હોય

220

પ્રભુદાસ ગાંધી

જ છે. પણ બાપુજીનું ખમીર જ જુ દું હતું. બીજા કોઈએ આનંદ ઉડાવવામાં જ ે વખત ગાળ્યો હોત તે વખત પણ બાપુજીએ હદ ઉપરાંત કામ કરવામાં ગાળ્યો. પ્રતિપક્ષીએ રોકડા જવાબો પરખાવી દીધા પછી જ્યારે બીજો કોઈ લમણે હાથ દઈ આકાશના તારાઓ પર શૂન્ય દૃષ્ટિ ફે રવતો કે સમુદ્રનાં મોજાં નિહાળતો બેઠો હોત, ત્યારે બાપુજીએ પોતાની આખી શક્તિ લોકભોગ્ય સાહિત્યના સર્જનમાં લગાડી દીધી. બાપુજીના સ્વભાવમાં જ એ વિશેષતા રહી છે. જ્યારે એમની આસપાસ વધારે માં વધારે અંધારું હોય છે ને જ્યારે સૌ કોઈ નિરાશાના

‘કિલ્ડોનન કેસલ’ સ્ટીમર પરથી મગનલાલને પત્ર

[ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


સાગરમાં ગળચિયાં ખાવા લાગે છે, ત્યારે બાપુજી પોતાનું મન સ્થિર કરી પોતાના હૃદયના ઊંડાણમાં ડૂ બકી મારી દે છે, ને પોતાના સુસંસ્કારી હૃદયમાંથી ઊંચી જાતનાં આશા-મોતી શોધી લાવે છે તથા અસંખ્ય ગમગીન ચહે રાઓને પ્રસન્ન કરી મૂકે છે. એવું એક ચડિયાતું મોતી, અથવા કહો કે પુરાણોમાં કલ્પેલા ચિંતામણિની તોલે આવે એવું રત્ન, તેમણે એ વેળાએ હૃદયતળમાંથી કાઢી લાવીને જગતને ચરણે રજૂ કરી દીધું. અને એ એટલું બધું અણમોલું રત્ન નીવડ્યું કે લોકોએ એને ‘ગાંધીગીતા’ તરીકે વધાવી લીધું. જોકે બાપુજીએ પોતે તો એ પુસ્તકનું નામ હિં દ સ્વરાજ જ પાડ્યું અને રાખ્યું છે પણ આટલાં વરસ પછી પણ, ગાંધીજીના હાથના લખેલા સાહિત્યના કબાટો ભરાયા છતાંયે, હિં દ સ્વરાજનું સ્થાન એટલું ને એટલું જ ઊંચું રહ્યું છે. હિં દ સ્વરાજના પુસ્તકમાં જ ે મુદ્દાઓ ચર્ચાયેલા છે તેની ચર્ચામાં કે એની મહત્તામાં ઊતરવાનું આ સ્થળ નથી. ટૂ કં ામાં એટલું જ કહે વું બસ છે કે, એ પુસ્તકમાં બાપુજીએ પોતાના આખા જીવનકાર્યની સ્પષ્ટ રૂપરે ખા આંકી દીધી છે. સત્યાગ્રહના સિદ્ધાંતનું મૂળ રહસ્ય સૂત્ર રૂપે લખી દીધું છે અને એક ડાહ્યો, સંસ્કારી અને સાધનહીન માણસ લોભીમાં લોભી, સ્વાર્થાંધમાં સ્વાર્થાંધ તથા અમર્યાદ સાધનોથી સુસજ્જ એવા એક જ માણસને નહીં પણ પોતા કરતાં સંખ્યામાં અનેકગણા માણસને હં ફાવવા માગે તો એનો ઉપાય ઊંચામાં ઊંચા ચારિત્ર્યબળ સિવાય તથા સાદામાં સાદા જીવન સિવાય બીજો કશો નથી. પણ એનું ખરું રહસ્ય તો આપણને ત્યારે જ સમજાય, જ્યારે આપણે એનાં ગીતાની પેઠ ે પારાયણ ઉપર પારાયણ કરતા રહીએ. અહીં તો એ પુસ્તક કયા વાતાવરણમાં અને કેવી રીતે લખવામાં આવ્યું એનો જ ચિતાર આપવાનો પ્રયાસ છે. नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

લોભીમાં લોભી, સ્વાર્થાંધમાં સ્વાર્થાંધ તથા અમર્યાદ સાધનોથી સુસજ્જ એવા એક જ માણસને નહીં પણ પોતા કરતાં સંખ્યામાં અનેકગણા માણસને હંફાવવા માગે તો એનો ઉપાય ઊંચામાં ઊંચા ચારિત્ર્યબળ સિવાય તથા સાદામાં સાદા જીવન સિવાય બીજો કશો નથી

‘કિલ્ડોનન કેસલ’ નામની સ્ટીમરમાં ત્યારે બાપુજીએ મુસાફરી કરે લી. સ્ટીમરની બીજી વિલાસભરી સામગ્રીમાં એમને રસ ન હતો પણ એ સ્ટીમર તરફથી પોતાની છાપવાળા જ ે લખવાના જાડા, મજબૂત, સુંદર કાગળો મળતા એનો બાપુજીએ પૂરો ઉપયોગ કર્યો. એમને હાથે લખાયેલા એ કાગળો વરસો પછી પણ આપણે સદ્ભાગ્યેજ ેવા ને તેવા મળી આવ્યા અને હિં દ સ્વરાજનું એ પુસ્તક આખું ને આખું એમના હસ્તાક્ષરમાં બહાર પાડી શકાયું. હાથનાં લખેલાં એ પોણાત્રણસો જ ેટલાં પાનાંની ચોપડીમાં કેવળ એક જ નાનકડો સાડાત્રણ લીટીનો પૅરેગ્રાફ છેકાયેલો છે. અને તેયે વિચાર ફે રવવા માટે છેકાયો નથી પણ પોતાના જવાબમાં જરાયે અવિનય, અભિમાન કે કડકાઈ ન આવે અને સામાવાળાનું દિલ નકામું ન દુખાય એની જાળવણી ખાતર એ ફકરો છેકાયો છે. તે નીચે મુજબ છે : “હં ુ તમને કહી ગયો કે છાપાનું કામ લાગણી દુખવવાનું પણ છે. તમે તો અધીરા થયા ને મારે શરૂઆતમાં જ...” આ ઉપરાંત આખી લીટીયે છેકવી પડી હોય એવી પાંચ જ જગ્યા છે. એક એક બે બે શબ્દોના છેકા પણ બહુ થોડા છે તથા જમણે હાથે લખતાં 221


લખતાં થાક્યા પછી ડાબે હાથે લખેલાં પાનાં લગભગ ચાળીસ છે જ ેમાં છેલ્લા ભાગમાં એક આખું પ્રકરણ ડાબે હાથે લખેલું છે. એ બતાવે છે કે વિલાયતમાં બાપુજીએ એટલો બધો પરિશ્રમ ઉઠાવ્યો એનું ફળ ઈશ્વરે એક રીતે ન આપ્યું તો બીજી રીતે એમને આપ્યું છે. વિરોધી પક્ષે એમને પાણીચું પરખાવ્યું ખરું , પણ એમના વિચારો પાસા પાડેલા હીરા જ ેવા ઝળહળી ઊઠ્યા અને એ પુસ્તકની પ્રસ્તાવનામાં પહે લો જ ફકરો એમણે આ પ્રમાણે લખ્યો : “આ વિષય ઉપર મેં વીસ પ્રકરણ લખ્યાં છે. તે વાંચનારની આગળ મૂકવાની હિં મત કરું છુ .ં જ્યારે મારાથી નથી રહે વાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યું, બહુ વિચાર્યું ... બન્યા તેટલા હિં દીની સાથે વિચાર કર્યા, બન્યા તેટલા અંગ્રેજોને પણ મળ્યો, ને જ ે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો.” અને એટલું કામ દસ દિવસથીયે ઓછા વખતમાં એમણે કર્યું છે. તેઓ ઈ. સ. ૧૯૦૯ના નવેમ્બરની ૧૩મી તારીખે વિલાયતથી ‘કિલ્ડોનન કેસલ’ જહાજમાં રવાના થયાની નોંધ ફિનિક્સના ઇન્ડિયન ઓપિનિયન છાપામાં મળી આવે છે. અને આ

પુસ્તકની પ્રસ્તાવનાને છેડ ે બાપુજીએ પોતાને હાથે નોંધેલી નીચેની તારીખ છે : તા. ૨૨–૧૧–૦૯, કિલ્ડોનન કેસલ મોહનદાસ કરમચંદ ગાંધી

જો સાધારણ ગતિએ એ ચોપડીની નકલ ઉતારવા બેસીએ તોપણ એ રોજના આઠ કલાકના કામ લેખે આઠ દિવસથી ઓછુ ં કામ નથી; કારણ, એનાં છાપેલાં પાનાં ૭૦ જ ેટલાં છે. બાપુજીની એટલી મહે નત — અને એટલી મહે નત એ અસાધારણ શીઘ્રતા ન કહે વાય. પણ આજ ે ત્રીસ ત્રીસ વરસ પછી પણ જ્યારે બાપુજી એમાં એક પણ લીટી ફે રવવા કે છેકવા તૈયાર નથી તથા આટઆટલાં વરસ લગી એમણે એ જ દિશામાં વેગભર્યું કામ કર્યું છે એ બતાવે છે કે એમના વિચારો એ વખતે કેટલા બધા સ્પષ્ટ થઈ ગયા હતા. કેટલી ભારે ભીષ્મપ્રતિજ્ઞા એમણે પોતાના મનમાં દૃઢાવી હતી અને એમનો સંકલ્પ કેટલો બધો પાકો હતો! એ સંકલ્પ પ્રમાણે જ એમણે દક્ષિણ આફ્રિકા પહોંચીને તરત પોતાના જીવનને નવે પાયે ઢાળવાનો સંકલ્પ પણ પાકો કરી લીધો હતો. એ વાતની નોંધ પણ સદ્ભાગ્યે સચવાઈ રહી છે. o

કિલડોનન કેસલ

કિલડોનન કેસલની બાંધણી ૧૮૯૯માં ગ્લાસગોની ફેરફિલ્ડ શિપબિલ્ડિંગ ઍન્ડ એન્જિનિયરિંગ કંપનીએ કરી. આ ૯૬૫૨ ટનનું જહાજ ૫૩૩ ફૂટ લાંબું હતું અને કલાકના ૧૭ દરિયાઈ માઈલની ઝડપે મજલ કાપતું. બોઅર યુદ્ધ દરમ્યાન કિલડોનન કેસલે પહેલી મુસાફરી કરી જેમાં ૩,૦૦૦ સૈનિકો ઇંગ્લંડથી કેપટાઉન લઈ જવામાં આવ્યા. ૧૯૦૧માં તેને પ્રવાસીઓ માટેનું જહાજ બનાવવામાં આવ્યું. તેમાં ૨૫૦ પ્રથમ વર્ગના, ૨૦૦ બીજા વર્ગના તથા ૧૩૬ ત્રીજા વર્ગના મુસાફરો પ્રવાસ કરી શકતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૧૫માં તેને દરિયાઈ ઇસ્પિતાલ બનાવવામાં આવ્યું અને ૧૯૧૬થી તે હથિયાર તથા સૈનિકોના આવાગમન માટે વપરાતું. ૧૯૧૯ની રશિયાની ક્રાંતિમાં પણ તેણે સૈન્યના આવાગમનનું કાર્ય કર્યું. યુદ્ધ બાદ તે ફરી વાર પ્રવાસી જહાજ બન્યું અને ૧૯૩૧માં નૉર્વેના સ્ટેવેંગરના જહાજવાડામાં તેને તોડી પાડવામાં આવ્યું. ગાંધીજીએ મુસાફરી કરી તે દરમ્યાન જહાજના કપ્તાન જ્હૉન લિંડસે સ્ટેઇનસ્ટ્રીટ હતા. ‘કિલડોનન કેસલ’ નામ સ્કૉટલૅન્ડના ૧૩મી સદીમાં સ્થપાયેલા ગામ કિલડોનનના કિલ્લા ઉપરથી પડ્યું. આ જહાજનું ‘ભગિની જહાજ’ કિનફોસ કેસલ હતું. (હિંદ સ્વરાજ : સમિક્ષિત આવૃત્તિ, સં. ત્રિદીપ સુહૃદ) 222

[ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીનું ‘સરમન ઑન ધ સી’ જિતેન્દ્ર દેસાઈ

બાઇબલ વિશે સામાન્ય જ્ઞાન ધરાવનાર પણ

‘સરમન ઑન ધ માઉન્ટ’ શું છે તે જાણે છે. તેને ‘ગિરિ પ્રવચન’ કહે છે. પોતાના પહે લા બાર શિષ્યોને દીક્ષા આપ્યા પછી ઈશુ તેમને એક દિવસ પર્વત ઉપર લઈ ગયા. ત્યાં તેમણે જ ે ઉપદેશ આપ્યો તે ઈશુનું સૌથી મહત્ત્વનું પ્રવચન ગણાય છે. પોતાના જીવનનું સર્વ રહસ્ય ઈશુએ તેમાં ઠાલવ્યું છે. તળપદી ગુજરાતી માટે જ ેમની શૈલીને મોખરે મૂકી શકાય તેવા સ્વામી આનંદે આ ‘ગિરિ પ્રવચન’ માટે ‘ટિંબા પરનો ઉપદેશ’ એવું ભાતીગળ નામ આપ્યું છે. આવું જ કંઈક શ્રી એચ. ટી. મઝુમદારે પણ કર્યું. આ મઝુમદાર ગાંધીજીની દાંડીકૂ ચના ૬૯ સત્યાગ્રહીઓમાં એક હતા. તેમણે ૧૯૨૪માં ગાંધીજીના, લખાયું ત્યારથી જ ચર્ચાસ્પદ રહે લા એવા હિં દ સ્વરાજની અમેરિકન આવૃત્તિ અમેરિકામાં પ્રસિદ્ધ કરી. તેને તેમણે હિં દ સ્વરાજ નહીં પણ ગાંધીજીનું ‘સરમન ઑન ધ સી’ એટલે કે ગાંધીજીના સાગર પરથી આપેલો ઉપદેશ યા પ્રવચન તરીકે ઓળખાવ્યું. તેની સામાન્ય વાત માંડવી હોય તોે હિં દ સ્વરાજને શ્રી મઝુમદારે ‘સરમન ઑન ધ સી’ કેમ કહ્યું ત્યાંથી શરૂ કરી શકાય. ૧૯૦૯માં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની લડત

नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

ચાલુ હતી ત્યારે , દક્ષિણ આફ્રિકા તરફથી એક ડેપ્યુટેશન ફરી વાર વિલાયત જાય, ને દક્ષિણ આફ્રિકાનો કેસ ફરી વાર બ્રિટિશ પ્રધાનમંડળ આગળ રજૂ કરે , એવો બોઅર અને બ્રિટિશરોએ ઠરાવ કર્યો હતો. તે મુજબ, સમાધાનનો એક પણ પ્રયત્ન જતો ન કરવો એવા હે તુથી હિં દીઓનું એક ડેપ્યુટેશન વિલાયત મોકલવાનો ઠરાવ થયો હતો. એ ડેપ્યુટેશન ગાંધીજી અને પોરબંદરના શેઠ હાજી હબીબ એમ બે જણનું હતું. આ ડેપ્યુટેશન લંડનમાં રોકાયું તે દરમિયાન ગાંધીજી ઘણા અરાજકતાવાદી હિં દીઓને મળ્યા હતા. તેમની સાથેની ચર્ચા બાદ તેમના મનમાં જ ે મંથન ચાલતું હતું તે તેમણે લંડનથી ડરબનની વળતી મુસાફરી દરમિયાન દરિયાની લહે રો પર ઊછળતી ને સરી જતી આગબોટની મુસાફરી કરતા હતા ત્યારે લખ્યું હતું. ‘કિલ્ડોનન કેસલ’ નામની આગબોટ ૧૯૦૯ની ૧૩મી નવેમ્બરે વિલાયતથી દક્ષિણ આફ્રિકા જવા નીકળી. આ આગબોટ મુસાફરી દરમિયાન સારી રીતે રહી શકાય તેવી હોય છે, કંઈક વિલાસભરી જીવનપદ્ધતિને અનુરૂપ હોય છે. તેમાં જ ે વિલાસભરી સામગ્રી મુસાફરોને આપવામાં આવે છે તેમાં આગબોટની કંપનીની છાપવાળા જાડા, મજબૂત, સુંદર કાગળો પણ હોય છે. ગાંધીજીએ પોતાના મનમાં જ ે મંથન ચાલતું હતું તેને અક્ષરદેહે ઉતારવા આ કાગળો ઉપયોગમાં લીધા. આગબોટ કંપની તરફથી મુસાફરોને પત્રવ્યવહાર માટે આપવામાં આવતા આવા કાગળોનો આટલા મોટા જથ્થામાં અને આખું પુસ્તક લખવા માટે ઉપયોગ થયાના દાખલા પણ ઓછા હશે. દરિયાનાં ઊછળતાં મોજાં પર સરી જતી 223


‘કિલ્ડોનન કેસલ’ નામની આગબોટ પર, આગબોટની જ સ્ટેશનરીનો સદુપયોગ કરી ગાંધીજીએ પોતાની માતૃભાષા ગુજરાતીમાં, ૧૯૦૯ની ૧૩મી નવેમ્બરે મુસાફરી શરૂ થઈ ત્યારથી સતત દસ દિવસમાં, ‘સરમન ઑન ધ સી’ લખી નાખ્યું અને તેને હિં દ સ્વરાજ નામ મળ્યું. તેની હસ્તપ્રત હાથે લખેલાં ૨૭૬ પાનાંની છે. પ્રસ્તાવનાની તારીખ ગાંધીજીના હસ્તાક્ષરમાં ૨૨-૧૧-’૦૯ (૧૯૦૯) છે. આગબોટ પરથી શ્રી મગનલાલ ગાંધીને ૨૪૧૧-૧૯૦૯ના રોજ લખેલા પત્રમાં ગાંધીજી લખે છે, “...આ વખતે સ્ટીમરમાં મેં કામ કર્યું છે તેની કોઈ હદ નથી રહી. તે તમે મિ. વેસ્ટ વગેરેના મારા કાગળો, લખાણો, વગેરે ઉપરથી જોશો...” (ગાં. અ. ૧૦ : ૭૦) આ હદ બહારના કરે લા કામમાં હિં દ સ્વરાજ લખવાનું કામ આવી ગયું, કદાચ તે જ મુખ્ય હશે. પુસ્તક લખવાનું પૂરું કર્યા બાદ તેની પ્રસ્તાવના ઉપર જોયું તેમ ૨૨-૧૧-૧૯૦૯ના રોજ લખાઈ છે. તેમાં પણ શ્રી મગનલાલના પત્રમાં, ‘... મેં કામ કર્યું તેની હદ રહી નથી’ તે વાતની બીજી ઉજ્જ્વળ બાજુ જોવા મળે છે. તેમના મનમાં ચાલતા મંથનને અક્ષરદેહ આપવાની તેમને કેવી ઉત્કંઠા હશે તે તેમના આ શબ્દોમાં જોવા મળે છે : "જ્યારે મારાથી નથી રહે વાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યું, બહુ વિચાર્યું. વળી વિલાયતમાં ટ્રાન્સવાલ ડેપ્યુટેશન સારુ ચાર માસ રહ્યો તે મુદતમાં મારાથી બન્યા તેટલા હિં દીની સાથે વિચાર કર્યા, બન્યા તેટલા અંગ્રેજોને પણ મળ્યો. જ ે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો.” એમ લખી આગળ ચાલતાં ગાંધીજી જણાવે છે, "જ ે વિચારો બતાવ્યા છે તે મારા છે, ને મારા નથી. તે મારા છે, કેમ કે તે પ્રમાણે વર્તન કરવાની મારી ઉમેદ છે; તે મારા આત્મામાં ઘડાઈ ગયા જ ેવા છે. મારા નથી, કેમ કે તે મેં જ વિચાર્યા 224

બે વરસ દેશભ્રમણ કર્યા બાદ તેઓ દેશના જાહેર જીવનમાં ગૂંથાઈ ગયા. તેમનું આ જીવન એ બાહ્ય રીતે જાહેર જીવન યા રાજકીય જીવન ભલે લાગતું હોય, વાસ્તવમાં તો એ એમની જીવન- સાધનાનો ભાગ હતું. ‘મારું લખાણ બધું એ જ દૃષ્ટિએ થાય છે અને મારું રાજપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ તે જ વસ્તુને આધીન છે

છે એમ નથી; તે કેટલાંક પુસ્તકો વાંચ્યા પછી બંધાયેલા છે. મનમાં જ ે ઊંડુ ં ઊંડુ ં જોતો હતો તેને પુસ્તકોએ ટેકો આપ્યો.” (ગાં. અ. ૧૦ : ૧૪) અહીં, ગાંધીજીએ ‘કેટલાંક પુસ્તકો વાંચ્યા પછી’ એમ કહ્યું છે. એ પુસ્તકો કયાં તેની યાદી જોઈએ તે પહે લાં ગાંધીજીનાં વાચન અને લેખન અંગે પણ થોડી વાત કરવા જ ેવી લાગે છે. ૧૯ વરસની યુવાન વયે ગાંધીજી બૅરિસ્ટર થવા લંડન ગયા. ત્યાંના ે યન’માં વસવાટ દરમિયાન તેમણે ‘ધી વેજિટરિ ે યન સોસાયટીની લખવાનું શરૂ કર્યું. વેજિટરિ કાર્યવાહક સમિતિના તેઓ સભ્ય બન્યા. આને આપણે તેમના જાહે ર જીવનની સામાન્ય શરૂઆત અને પત્રકાર તરીકે લેખો લખવાનો પ્રારં ભ ગણી શકીએ. ૧૮૯૩માં ૨૪ વરસની ઉંમરે તેઓ દાદા અબ્દુલ્લાના કેસમાં મદદ કરવા દક્ષિણ આફ્રિકા પહોંચ્યા. દસ વરસ તેઓ દાદા અબ્દુલ્લાના કેસમાં મદદ કરવાનું કામ કરતા રહ્યા અને વકીલાત પણ કરતા રહ્યા. તે સમય દરમિયાન પણ તેઓ માત્ર વકીલ નહીં પણ જાહે ર સેવકનાં કહે વાય તેવા કામોમાં પરોવાઈ ગયા હતા. ૧૯૦૬થી ૧૯૧૪ તેઓ દક્ષિણ આફ્રિકા રોકાઈ ગયા તે તો તેમનું જાહે ર જીવન જ હતું. ભારત પાછા ફર્યા પછી પણ, બે વરસ દેશભ્રમણ કર્યા બાદ તેઓ દેશના જાહે ર જીવનમાં [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ગૂંથાઈ ગયા. તેમનું આ જીવન એ બાહ્ય રીતે જાહે ર જીવન યા રાજકીય જીવન ભલે લાગતું હોય, વાસ્તવમાં તો એ એમની જીવન- સાધનાનો ભાગ હતું. ‘મારું લખાણ બધું એ જ દૃષ્ટિએ થાય છે અને મારું રાજપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ તે જ વસ્તુને આધીન છે.’ એવું તેઓ તેમની ‘આત્મકથા’ની પ્રસ્તાવનામાં લખે છે. એ જીવનસાધના કરવામાં તેમના સાપ્તાહિક પત્રોને આપણે સાધનાના સાધન તરીકે ગણાવી શકીએ. દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ અને ભારત આવ્યા પછી પહે લાં ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’ અને પછી ‘હરિજન’ પત્રો તેમની સાધનાનાં સાધન બની રહ્યાં. જાહે ર સેવામાં ચોવીસે કલાક ઓતપ્રોત એવી વ્યક્તિએ આટલા વિપુલ પ્રમાણમાં લખ્યું હોય તેવો બીજો દાખલો લેખન યા પત્રકારત્વના ઇતિહાસમાં કદાચ મળી શકે તેમ નથી. અને આ લખાણ પણ કેવું છે? ‘ઇન્ડિયન ઓપિનિયન’નાં લખાણો અંગે તેમણે આત્મકથામાં જણાવ્યું છે તેમ, “...એમાં એક પણ શબ્દ મેં વગર વિચાર્યે, વગર તોળ્યે લખ્યો હોય, કે કોઈને કેવળ ખુશ કરવાને ખાતર લખ્યો હોય, કે જાણી જોઈને અતિશયોક્તિ કરી હોય એવું મને યાદ નથી.” (આત્મકથા, પ્રકરણ-૧૩) ‘ઇન્ડિયન ઓપિનિયન’નાં લખાણો માટેનો તેમનો આ ગુણ અને સંયમ તેમનાં બધાં લખાણોને માટે સાચો છે એવું કહે વામાં અતિશયોક્તિ નથી. આ થઈ લખાણની વાત. વાચનનું શું? હિં દ સ્વરાજની પ્રસ્તાવનામાં તેમણે ‘કેટલાંક પુસ્તકો’ વાંચ્યાનો ઉલ્લેખ કર્યો છે તે પુસ્તકોની યાદીમાં મહાત્મા ટૉલ્સ્ટૉયના ૧. ધ કિંગ્ડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ ૨. વોટ ઇઝ આર્ટ? ૩. ધ સ્લેવરી ઑફ અવર ટાઇમ્સ ૪. ધ ફર્સ્ટ સ્ટેપ ૫. હાવ શેલ વી એસ્કેપ, ૬. લેટર ટુ ધી હિં દુ-નો સમાવેશ થાય છે. પછી આવે છે થોરોના ૭. ઑન ધ ડ્યૂટી ઑફ नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

સિવિલ ડિસઓબિડિયન્સ અને ૮. લાઇફ વિધાઉટ પ્રિન્સિપલ; રસ્કિનના ૯. અન ટુ ધિસ લાસ્ટ અને ૧૦. એ જૉય ફૉર એવર; શેરાર્ડનું ૧૧. ધ વાઇટ સ્લેવ્સ ઑફ ઇંગ્લંડ; કાર્પેન્ટરનું ૧૨. સિવિલિઝેશન્સ, ઇટ્સ કૉઝ ઍન્ડ ક્યોર; ટેલરનું ૧૩. ધ ફે લસી ઑફ સ્પીડ; બ્લાઉન્ટનું ૧૪. એ ન્યૂ ક્રુઝેડ; મેઝિનીનું ૧૫. ડ્યૂટીઝ ઑફ મૅન; પ્લેટોનું ૧૬. ડિફે ન્સ ઍન્ડ ડેથ ઑફ સૉક્રેટિસ; મેક્સ નોરડોનું ૧૭. પેરેડોક્સિસ ઑફ સિવિલિઝેશન; દાદાભાઈ નવરોજીનું ૧૮. પોવર્ટી ઍન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા; દત્તનું ૧૯. ઇકોનોમીઝ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા અને મેઇનનું ૨૦. વિલેજ કમ્યૂનિટીઝનો સમાવેશ થાય છે. (ગાં. અ. ૧૦, પા. ૬૬). વીસથી ચાળીસ વરસની ઉંમર દરમિયાન, વકીલાત અને જાહે ર જીવન સાથે આ વીસ પુસ્તકોનું વાચન, મનન અને તેના પરિપાકરૂપ લેખન ગાંધીજીને માનવ નહીં પણ અસાધારણ માનવ, મહામાનવનું બિરુદ આપવા પૂરતું છે. આટલી આનુસંગિક આડવાત પછી આપણે ‘સરમન ઑન ધ સી’ની વાત પર પાછા આવીએ. સાગર પર સરી જતી આગબોટ પર લખાયેલાં હિં દ સ્વરાજનાં પહે લાં ૧૨ પ્રકરણો ૧૧-૧૨-’૦૯ના અને બાકીનાં પ્રકરણો ૧૮-૧૨-’૦૯ના ઇન્ડિયન ઓપિનિયનમાં પ્રસિદ્ધ થયાં. ૧૯૧૦માં આ બધાં પ્રકરણો હિં દ સ્વરાજ નામની નાનકડી પુસ્તિકા રૂપે પ્રગટ થયાં. તેમ થતાં વારમાં જ ૧૯૧૦ની ૨૪મી માર્ચે મુંબઈ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો! આમ, આ બાજુ મુંબઈ સરકારે હિં દ સ્વરાજ પર પ્રતિબંધ મૂક્યો ને બીજી બાજુ ગાંધીજીએ તેનો અંગ્રેજી અનુવાદ કરી તેને પ્રસિદ્ધ કરવાની તૈયારી પૂરી કરી. ગાંધીજીનાં ઘણાં લખાણો મૂળ ગુજરાતીમાં લખાયાં છે અને પછી તેનો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ થયો છે. એ અનુવાદ કરનારા ગાંધીજીના સાથીઓ હતા. તેમની આત્મકથાનો અનુવાદ તેમના સાથી 225


મંત્રી મહાદેવભાઈ દેસાઈએ કર્યો છે અને ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં શ્રી વાલજી ગોવિંદજી દેસાઈએ ઉતાર્યો છે. જ્યારે હિં દ સ્વરાજ એક એવું પુસ્તક છે જ ેનો અનુવાદ ખુદ ગાંધીજીએ જ કર્યો છે. આ કામ તેમણે કંઈક ઉતાવળે કર્યાનું તેમના એપ્રિલ ૪, ૧૯૧૦ના લિયો ટૉલ્સ્ટૉય પરના પત્ર પરથી સમજાય છે. હિં દ સ્વરાજનો પોતાનો અનુવાદ લિયો ટૉલ્સ્ટૉયને મોકલતા એ પત્રમાં ગાંધીજી લખે છે : “આપને યાદ હશે કે હં ુ થોડો સમય લંડનમાં હતો ત્યારે મેં આપની સાથે પત્રવ્યવહાર કર્યો હતો. આપના એક નમ્ર અનુયાયી તરીકે, આ સાથે મેં લખેલું એક પુસ્તક આપના પર રવાના કરું છુ .ં ગુજરાતી લખાણનો મેં પોતે જ અનુવાદ કર્યો છે. નવાઈની વાત એવી છે કે, અસલ ગુજરાતી લખાણને સરકારે જપ્ત કર્યું છે. આથી ઉપર જણાવેલો અનુવાદ મેં ઉતાવળથી પ્રસિદ્ધ કર્યો છે. આપને તકલીફ આપવાને હં ુ મુદ્દલે ઇચ્છતો નથી, પરં તુ આપનું સ્વાસ્થ્ય ઠીક હોય અને આપને આ પુસ્તક જોઈ જવાનો સમય મળે તો, એ કહે વાની કશી જરૂર નથી કે આ લખાણ અંગેની આપની આલોચના મારે માટે ઘણી કીમતી થઈ પડશે. આપે આપનો ‘એક હિં દુને પત્ર’ પ્રગટ કરવાની મને રજા આપી હતી. આની થોડી નકલો પણ હં ુ આપના પર રવાના કરું છુ .ં એનો હિં દુસ્તાનની એક ભાષામાં તરજુ મો પણ કરવામાં આવ્યો છે.” (ગાં. અ. ૧૦  : ૨૪૯) ...ભારતમાં ૧૯૧૯માં, મે ૨૮ ૧૯૧૯ની ગાંધીજીની પ્રસ્તાવના સાથે મદ્રાસની ગણેશન ઍન્ડ કંપનીએ ‘હિં દ સ્વરાજ્ય’ની ભારત માટેની પ્રથમ અંગ્રેજી આવૃત્તિ પ્રસિદ્ધ કરી. ૧૯૨૪ સુધીમાં તેની છ આવૃત્તિ થઈ અને આ લેખની શરૂઆતમાં જોયું તેમ ૧૯૨૪માં શ્રી એચ. ટી. મઝુમદારે તેની અમેરિકન આવૃત્તિ ‘સરમન ઑન ધ સી’ નામે 226

નૈતિક સ્વતંત્રતા એટલે પોતાની નૈતિક ભાવનાઓ અને પ્રાચીન પરંપરાને અનુરૂપ રહીને આર્થિક, સામાજિક અને રાજકીય સંસ્થાઓનું ઘડતર કરવાની હિંદના લોકોની સ્વતંત્રતા. ઉછીના માગી આણેલા આદર્શોના ભપકાથી અંજાઈ જઈને તેમને અનુકૂળ થવાને બદલે, પોતાના ખુદની નૈતિક તાકાત વડે વધવાની, વિકાસ પામવાની અને પોતાની ભૂલો સુધારવાની સ્વતંત્રતા

પ્રસિદ્ધ કરી. બાઇબલના ઈશુના ‘સરમન ઑન ધ માઉન્ટ’ અને ગાંધીજીના ‘સરમન ઑન ધ સી’ની સરખામણી થાય ખરી? બાઇબલમાં ‘સરમન ઑન ધ માઉન્ટ’નું સ્થાન સેંટ મેથ્યૂના પ્રકરણ ૫, ૬ અને ૭માં આવે છે. ગાંધીજીની કથામાં હિં દ સ્વરાજનું સ્થાન ક્યાં? એનો ઉલ્લેખ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ પુસ્તક ૧૦ની પ્રસ્તાવનામાં મળે છે. એ પ્રસ્તાવના કોણે લખી તે પ્રસ્તાવનાના અંતે જણાવ્યું નથી. પરં તુ ગાંધીજીના ‘કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’ના ચીફ એડિટર તરીકે લગભગ આખી જિંદગી જ ેમણે એ કામ કર્યું તેવા પ્રો. સ્વામીનાથને તે લખી હોવાનું અનુમાન કરીએ તો તે ખોટુ ં પડવાનો સંભવ નથી. આપણે ઉપર જોઈ ગયા તેમ અવિરતપણે ચાલતી જાહે ર પ્રવૃત્તિમાં રહે તાં છતાં ગાંધીજીએ પોતાની જીવનસાધના, પોતાની આંતરિક શક્તિ યા સંપત્તિ વિકસાવવાનું ચાલુ રાખ્યું હતું. એ વાતનો ઉલ્લેખ કરી પ્રો. સ્વામીનાથન, બાઇબલને ટાંકી, ગાંધીકથામાં હિં દ સ્વરાજનું સ્થાન ક્યાં તે આ મુજબ નક્કી કરી આપે છે : “રાજકીય સ્વાતંત્ર્ય નૈતિક સ્વાતંત્ર્યનો કેવળ આવિષ્કાર જ છે. અને આ નૈતિક સ્વાતંત્ર્ય કોઈ બાહ્ય શત્રુની સામે નહીં પરં તુ આંતરિક શત્રુની સામે [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


યુદ્ધ ખેલીને હાંસલ કરવાનું છે, એવી મૂળભૂત શ્રદ્ધામાંથી જ ગાંધીજીની સઘળી પ્રવૃત્તિને પ્રેરણા મળતી. એમની આ શ્રદ્ધા વર્ષો થયાં વિકસતી જતી હતી. એક સાધન દ્વારા તેમને મળતી પ્રેરણા બીજા સાધન દ્વારા મળતી પ્રેરણા સાથે એકરૂપ બની ફળદાયી નીવડતી અને તેમના આત્માની નમ્રતા તથા સ્વાભાવિક સચ્ચાઈ, બધી દિશાઓમાંની ઉન્નતિકર અસરને ગ્રહણ કરી લેતી. તેમની એકત્ર થતી જતી આ બધી આંતરિક પ્રેરણા, ચોક્કસ સ્વરૂપે પરિપાક પામીને હિં દ સ્વરાજમાં પ્રગટ થઈ. બાઇબલના નવા કરારમાં સેંટ મેથ્યૂનો ૪થો અધ્યાય અથવા સેંટ લ્યૂકનો અધ્યાય જ ે સ્થાન ધરાવે છે તેવું જ સ્થાન ગાંધીજીની કથામાં હિં દ સ્વરાજ ધરાવે છે. નૈતિક સ્વતંત્રતા એટલે પોતાની નૈતિક ભાવનાઓ અને પ્રાચીન પરં પરાને અનુરૂપ રહીને આર્થિક, સામાજિક અને રાજકીય સંસ્થાઓનું ઘડતર કરવાની હિં દના લોકોની સ્વતંત્રતા. ઉછીના માગી આણેલા આદર્શોના ભપકાથી અંજાઈ જઈને તેમને અનુકૂળ થવાને બદલે, પોતાના ખુદની નૈતિક તાકાત વડે વધવાની, વિકાસ પામવાની અને પોતાની ભૂલો સુધારવાની સ્વતંત્રતા. આથી, નછૂટકે તેમણે હિં દ સ્વરાજમાં, ઔદ્યોગિક અને રાજકીય ક્ષેત્રોમાં થઈ રહે લા હિં દના આધુનિકીકરણ સામે પ્રહારો કર્યા છે.

ગાંધીજીએ પશ્ચિમની સંસ્કૃતિનો ખૂબ જ ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો અને હવે તેમણે સૌ કોઈએ જ ેને અનિષ્ટો તરીકે સ્વીકાર્યાં છે એવાં સ્પર્ધાત્મક, ઔદ્યોગિક અને બિનનૈતિક સમાજનાં અનિષ્ટો પરથી પોતાની નજર ભયભીત બનીને ખસેડી લીધી હતી. તેઓ માનતા હતા કે આ ઠગારા વિષમાંથી ઊગરી જવા હિં દુસ્તાન માટે હજુ પણ સમય છે અને જો તે એમાંથી ઊગરી જાય તો રાજકીય સ્વતંત્રતા તો તેને માગતાની સાથે મળે એમ છે....” એ રાજકીય સ્વતંત્રતા તો મળી ગઈ. પણ ગાંધીજીની કલ્પનાનું હિં દ સ્વરાજ મળ્યું છે ખરું ? હિં દ સ્વરાજના શતાબ્દી વર્ષમાં તેની ચર્ચા શરૂ થઈ છે. એ સંદર્ભે આપણે મહાદેવભાઈના શબ્દોમાં ‘સરમન ઑન ધ સી’નું સમાપન કરીએ. તેમણે કહ્યું છે કે "લૉર્ડ લોધિયન સેવાગ્રામ આવ્યા ત્યારે તેમણે મારી પાસે હિં દ સ્વરાજની નકલ માગી હતી. તેમ કરતાં તેમણે કહે લું કે, ‘ગાંધીજી અત્યારે જ ે કાંઈ ઉપદેશી રહ્યા છે તે આ નાનકડી ચોપડીમાં બીજ ે રૂપે પડેલું છે. અને ગાંધીજીને બરાબર સમજવા માટે એ ચોપડીને ફરી ફરી વાંચવી ઘટે છે’.” ગાંધીજીને સમજવા માગતા જિજ્ઞાસુ વાચકો લૉર્ડ લોધિયનની આ ટિપ્પણી આજ ે પણ જ ેમની તેમ સ્વીકારી લેવા જ ેવી છે. o

‘આસામી’ શબ્દનો વિવાદ 1921માં ગાંધીજીએ જંગલી જાતિઓની હરોળમાં મૂકવા બદલ આસામી પ્રજાની માફી માગી. “હિં દ સ્વરાજ નામની મારી પુસ્તિકામાં મેં ભૂલથી આસામીઓને પીંઢારા અને બીજી જંગલી જાતિઓની હરોળમાં મૂકી દીધા છે. આ મારી ભૂલનો કેટલાક સરકારી અધિકારીઓએ ઉપયોગ કર્યો છે એવું મારા જાણવામાં આવ્યું છે. એ દોષ ધોવા મેં લોકોની પૂરતી સેવા કરી છે. … લગભગ ૧૮૯૦માં મેં મણિપુરની ચડાઈનો હે વાલ વાંચ્યો. આ હે વાલમાં, સ્વ. સર જૉન ગૉસ્ટે, સરકાર હં મેશાં મોટા આગેવાનોનું નિકંદન કાઢવાનું પસંદ કરે છે એમ કહીને માજી સેનાપતિ તરફની અધિકારીઓની વર્તણૂકનો બચાવ કર્યો હતો. ઇતિહાસનો હં ુ ઉપરછલ્લો અભ્યાસી હોવાથી આસામીઓ જંગલી છે એવો ખ્યાલ મારા મગજમાં રહી જવા પામ્યો અને ૧૯૦૮માં [આ ૧૯૦૯ જોઈએ] તે મેં લખી નાખ્યો.” (અક્ષરદેહ, ૨૧/૨૭). આ પછી ૧૯૩૯ની હિં દ સ્વરાજની અંગ્રેજી આવૃત્તિમાંથી ‘આસામી’નો સંદર્ભ દૂર કરવામાં આવ્યો. (હિં દ સ્વરાજ સમિક્ષિત આવૃત્તિમાંથી, સં. ત્રિદીપ સુહૃદ)

नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

227


‘હિંદ સ્વરાજ’ – આજે જગતના ચોકમાં કાંતિ શાહ

‘હિં દ સ્વરાજ’ સો વરસ પહે લાં વીસમી સદીના

આરં ભે લખાયેલું પુસ્તક છે, પણ આજ ે એકવીસમી સદીમાં તે કદાચ વિશેષ પ્રસ્તુત છે. ગાંધી વિશેનું વિનોબાનું કથન યથાર્થ છે : “ગાંધીજી એક વિરલ મહાપુરુષ હતા. પુરાતન પરં પરાનું ફળ અને નૂતન પરં પરાનું બીજ આપણને એમનામાં મળ્યું. પાછલા પ્રયત્નોનું ફળ મળ્યું અને આગલી આશાઓનું બીજ મળ્યું. ગાંધીજીના જીવનમાં ભૂત અને ભવિષ્યની સાંધ મળી. ગાંધીજી આવા એક યુગપુરુષ હતા.” ‘હિં દ સ્વરાજ’માં આપણી પ્રાચીન સંસ્કૃતિનું ઘણું ગૌરવ કરાયું છે અને આધુનિક સુધારાની સખત ઝાટકણી કઢાઈ છે, પરં તુ ‘હિં દ સ્વરાજ’નું દર્શન પ્રિ-મૉડર્ન (આધુનિકતા કરતાં જુ નવાણી) કે ઍન્ટી-મૉડર્ન (આધુનિકતાનું વિરોધી) હરગિજ નથી; બલ્કે, તે પોસ્ટ-મૉડર્ન (અનુ-આધુનિક, આધુનિકતાને અતિક્રમીને વિશેષ આધુનિક) છે. ‘હિં દ સ્વરાજ’ અને ‘સર્વોદય’ની વિચારધારામાં રહે લાં આવાં કેટલાંક અનુ-આધુનિક ને નવયુગ-પ્રવર્તક તત્ત્વો ને લક્ષણો એકવીસમી સદામાં વિશેષ પ્રસ્તુત ને ઉપયોગી થઈ રહે વાનાં છે. વીસમી સદી ઘણી ઊથલપાથલની, ઘણા ચઢાવઉતારની, માણસની જ્વલંત સિદ્ધિઓની અને સાથોસાથ માણસનાં નપાવટ કુ કર્મોની સદી રહી. આ સદીમાં માણસને આપણે એવરે સ્ટ-ઊંચી છલાંગ મારતોયે જોયો અને અતલ ઊંડી ગર્તામાં ગબડી પડતોયે જોયો. સૃષ્ટિનાં અવનવાં રહસ્યો છતાં કરતી, માણસને માટે અનેકાનિક શક્તિઓ ને કુ શળતાઓ હાથવગી કરતી અને આપણી પૃથ્વીની જ નહીં, આકાશગંગાનીયે પેલે પારનાં વિશ્વોમાં ડોકિયું કરાવતી વિજ્ઞાનની અભૂતપૂર્વ શોધો આ સદીમાં 228

થઈ, તો તેની સાથોસાથ બબ્બે મોટાં યુદ્ધો તેમ જ બીજાં તો અનેકાનેક યુદ્ધો આજ સુધી લડાતાં રહ્યાં છે અને માણસની બર્બરતાની અને અક્કલહીનતાની ચાડી ખાતાં રહ્યાં છે. અગાઉ ક્યારે ય કલ્પનાયે ન કરી હોય એટલી સાધનસમૃદ્ધિ અને વૈભવ માણસને આ સદીમાં ઉપલબ્ધ થયાં છે, અને છતાં લાખો માણસો માનવસર્જિત દુકાળમાં ભૂખમરાથી આ સદીમાં મર્યા છે. બર્ટ્રાન્ડ રસેલનું એક ચોટડૂ ક કથન છે : “આજ ે વિજ્ઞાન દ્વારા માણસ પંખીની માફક હવામાં ઊડી શકે છે, માછલીની જ ેમ જળમાં તરી શકે છે; પરં તુ માનવીની માફક પૃથ્વી ઉપર જીવતાં માણસને હજી આવડતું નથી.” ‘હિં દ સ્વરાજ’નો કોઈ સંદેશો હોય, કોઈ ઉદ્દેશ હોય, તો તે આટલો જ છે —માણસને પૃથ્વી ઉપર માણસની માફક જીવતાં આવડે. આને માટે જરૂર છે, એક નવા જીવનદર્શનની અને નવી જીવનદૃષ્ટિની, નવા ચિંતનની અને નવા

[ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


માનસની. સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, દરે કે દરે ક ક્ષેત્રમાં સ્વસ્થ, નરવી, નૂતન વિચારધારાની આજ ે તાતી જરૂર છે. કેટલાંક રૂઢ થઈ ગયેલાં શાસ્ત્રો, અભિગમો, માન્યતાઓ અને મૂલ્યોમાં ધરમૂળથી પરિવર્તન આણવાની જરૂર છે. આપણી વૃત્તિઓ અને વલણો બદલવાની જરૂર છે. જીવનને પોષક પરિબળો કયાં છે, તે વિવેકપૂર્વક બરાબર ઓળખી લઈને આપણી બધી શક્તિ ને પુરુષાર્થ જીવનપોષક પરિબળોનાં સંગોપન-સંવર્ધનમાં લગાડવાની જરૂર છે. વીસમી સદીના આરં ભે ગાંધીએ ‘હિં દ સ્વરાજ’માં આ જ વાત દુનિયા સામે મૂકેલી અને આજ ે એકવીસમી સદીમાં પણ આ જ વાત પ્રસ્તુત છે, કદાચ વધારે પ્રસ્તુત છે. ‘હિં દ સ્વરાજ’ની લડાઈ અંતતોગત્વા એક ફિલસૂફીની લડાઈ છે. ‘હિં દ સ્વરાજ’ના દર્શન અને સર્વોદય આંદોલનના ઉદ્ભવકાળથી જ એક વિશેષ સંદર્ભ રહ્યો છે, અને તે વિકાસ-પ્રગતિની તથા ક્રાંતિ-ઉત્ક્રાંતિની એક જુ દી ફિલસૂફીનો. પશ્ચિમી સભ્યતા વીસમી સદીના પ્રારં ભે તેની ટોચે હતી અને બધે તેની બોલબાલા હતી, પરં તુ તેની ઝાકઝમાળથી ગાંધી લગીરે અંજાયા નહીં. બલ્કે, એમણે તો તેની ભૌતિકવાદી ફિલસૂફીમાં માનવજાતનો સર્વનાશ જ જોયો, તેથી એમણે તેને લલકારી અને તેનો સદંતર અસ્વીકાર કર્યો. ‘હિં દ સ્વરાજ’માં એમણે તેની સખત ઝાટકણી કાઢી અને તેની તલસ્પર્શી સમીક્ષા કરીને તેમાં રહે લા દોષો તેમ જ અનિષ્ટ તત્ત્વો તરફ તથા તેનાં અનેકવિધ વિઘાતક પરિણામો તરફ માનવસમાજનું ધ્યાન દોર્યું. પૈસો જ પરમેશ્વર છે, આર્થિક ને બજારુ દૃષ્ટિથી જ બધી પ્રવૃત્તિઓનું મૂલ્યમાપન કરવાનું છે, વધુ ને વધુ ભૌતિકવાદી સુખસગવડ પાછળ જ માણસે દોડતા રહે વાનું છે, સહયોગ નહીં ગળાકાપ હરીફાઈ જ વિકાસનો મંત્ર છે, ગમે તે नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

પશ્ચિમી સભ્યતા વીસમી સદીના પ્રારંભે તેની ટોચે હતી અને બધે તેની બોલબાલા હતી, પરંતુ તેની ઝાકઝમાળથી ગાંધી લગીરે અંજાયા નહીં. બલ્કે, એમણે

તો

તેની

ભૌતિકવાદી

ફિલસૂફીમાં

માનવજાતનો સર્વનાશ જ જોયો, તેથી એમણે તેને લલકારી અને તેનો સદંતર અસ્વીકાર કર્યો

રીતે સ્વાર્થ સધાતો હોય તો નીતિમત્તાનો ખ્યાલ કરવાની કોઈ જરૂર નથી, યંત્રે માણસને નહીં પણ માણસે યંત્રને અનુકૂળ થવાનું છે, માણસને નહીં યંત્ર-ટેક્નોલોજી-બજારને કેન્દ્રમાં રાખીને બધું વિચારવાનું છે — આ બધાં જ વલણો અને વિચારસરણીઓ જીવનને રૂંધી નાખનારાં તથા જીવનને ટૂ પં ો દેનારાં છે. આ બધાં વિઘાતક પરિબળો   છ.ે આની પાછળ એક ફિલસૂફી રહે લી છે, જ ેને ‘હિં દ સ્વરાજ’માં ગાંધીએ પડકારી. સાથોસાથ આની સામે ગાંધીએ સર્વનું હિત સાધતી ‘સર્વોદય’ની ફિલસૂફી પ્રસ્તુત કરી. ‘હિં દ સ્વરાજ’ની લડાઈ એ આવી ફિલસૂફીની લડાઈ છે. બે ફિલસૂફી વચ્ચેના બૃહદ્ સંઘર્ષનો આ સંદર્ભ વીસમી સદી પૂર્ણ થયે આજ ે પણ હજી એવો ને એવો કાયમ છે. સર્વોદય આ અનિષ્ટકારક ફિલસૂફીને લલકારતો પોતાની આગવી વૈકલ્પિક ફિલસૂફી સાથે આજ ે પણ જગતના ચોકમાં ઊભો છે. વીસમી સદીના આરં ભે ‘હિં દ સ્વરાજ’માં પશ્ચિમની સભ્યતાની ગાંધીએ કરે લી વેધક સમીક્ષા બિલકુ લ સાચી સાબિત થઈ. તેને એમણે ‘વરુ જ ેવો વિકરાળ બનેલો’ સુધારો કહે વો અને ભાખેલું કે, “યુરોપની પ્રજાઓ એકબીજાની ઉપર ટાંપીને બેઠી 229


છે. કોઈ વેળા જબરદસ્ત ભડકો થશે, ત્યારે યુરોપમાં દોજખ નજરે દેખાશે.” અને આવું જ થયું. યુરોપે વીસમી સદીના પૂર્વાર્ધમાં બબ્બે વિશ્વયુદ્ધોની નરકયાતના ભોગવી. હિં સાના આવા ભીષણ મહાતાંડવે માણસને હચમચાવી મૂક્યો. અનેક મનીષીઓ તેમજ ચિંતકોને તેણે ગંભીરતાથી વિચારતા કરી મૂક્યા અને ઊંડા મનોમંથનમાં નાખી દીધા. પોતાનાં જ કરતૂકોનાં આવાં ભયાનક પરિણામો જોઈને પશ્ચિમની સભ્યતા થોડીક ખમચાઈ, કાંઈક અસમંજસમાં પડી અને પુનર્વિચાર માટે મજબૂર બની. ક્યાંક કંઈક ખોટુ ં છે, કંઈક ખામી છે. આથી વીસમી સદીના ઉત્તરાર્ધના પહે લા ત્રણ દાયકા તીવ્ર મનોમંથન, સમગ્ર પુનરાવલોકન અને વેધક સમીક્ષાના ગયા. અનેક વિચારકો ને ચિંતકોએ પ્રચલિત ફિલસૂફી તથા તેના આધારે રૂઢ થઈ ગયેલાં શાસ્ત્રો ને થિયરીઓ, મૂલ્યો ને માપદંડો, વલણો ને વિચારો વગેરેની માર્મિક સમાલોચના કરવા માંડી. તેમણે પોતાની વ્યવસ્થાનાં રોગિષ્ઠ લક્ષણોની ઊંડી છણાવટ કરી. ૧૯૫૫માં એરિક ફ્રોમે આધુનિક સભ્યતાની વિશદ છણાવટ કરતું પુસ્તક ‘The Sane Society’ (શાણો સમાજ) બહાર પાડ્યું. તેના ઊઘડતા પ્રકરણનું શીર્ષક હતું : Are we really sane? — આપણે ખરે ખર શાણા છીએ? આવો મૂળભૂત સવાલ ઊભો કરીને એમણે વર્તમાન વ્યવસ્થાનાં અનેક રોગિષ્ઠ ને વિચારહીન વલણોની તળિયાઝાટક સમીક્ષા રજૂ કરે લી. ત્યારથી લઈને આજ સુધી આ આધુનિક સભ્યતાનું જુ દી જુ દી દૃષ્ટિએ વિશ્લેષણ થતું રહ્યું છે, અને તેનાં રોગિષ્ઠ લક્ષણો દીવા જ ેવાં સ્પષ્ટ કરીને સમાજ સમક્ષ મુકાતાં રહ્યાં છે. છેવટે ૧૯૮૨માં પ્રગટ થયેલું ફ્રિટ્જોફ કાપ્રાનું પુસ્તક પોતાના નામથી જ આગળની દિશા સ્પષ્ટ 230

સૂચવી ગયું : ‘The Turning Point’. હવે વળાંકબિંદુ આવી ગયું. ઘૂમ જાઓ! ભૂલ્યા ત્યાંથી ફરી ગણીએ! આ સદીના ઉત્તરાર્ધના પહે લા ત્રણ દાયકામાં થયેલી આ ઐતિહાસિક વિચારયાત્રા છે. તે આમ તો છે, પશ્ચિમની સભ્યતાની મંથનયાત્રા, આત્મનિરીક્ષણયાત્રા, પણ તે માત્ર પશ્ચિમના સમાજને જ નહીં, દુનિયા આખીને સ્પર્શે છે અને આજ ે જ્યારે પશ્ચિમના સમાજની આંધળી નકલ કરીને આપણા જ ેવા દેશો પણ એમના જ ેવા જ વિકાસને રવાડે ચઢી રહ્યા છે, ત્યારે તો એ આપણા માટે આજ ે વળી વધારે પ્રસ્તુત બની જાય છે. પરં તુ આ પછી છેલ્લા બેએક દાયકામાં પરિસ્થિતિમાં એકદમ પલટો આવ્યો છે. મરણતોલ ફટકો પામેલી અને ખોખલી થઈ ગઈ હોય એવી લાગતી પશ્ચિમની સભ્યતા ફરી માથું ઊંચકીને નવા શોરબકોર અને ધૂમધામ સાથે પોતાની બોલબાલા ફરી ચારે કોર ફે લાવી રહી છે. વીસમી સદીના ઉત્તરાર્ધના પહે લા ત્રણ દાયકામાં તેની ખોટી ફિલસૂફીનાં અનેકાનેક વિઘાતક પરિણામો નજર સામે આવેલાં. અંધાધૂંધ ઉદ્યોગીકરણ તેમ જ અતિ શહે રીકરણનાં વિપરીત પરિણામો, ભયાનક પર્યાવરણીય સમસ્યાઓ, પરમાણુ વિભીષિકા, માણસનું થઈ રહે લું ડી-હ્યુમનાઇઝેશન (અમાનવીકરણ) — આવાં બધાં ભયાનક દુષ્પરિણામોને કારણે ધરમૂળના પરિવર્તન માટે એક માનસિકતા ઊભી થયેલી, પરં તુ આજ ે હવે પરિવર્તન માટેની એ માનસિકતાને હાંકી કઢાઈ છે એટલું જ નહીં, તેને દકિયાનુસી, પ્રગતિ-વિરોધી અને વિજ્ઞાનદ્રોહી ઠેરવી દેવાઈ છે. સામ્યવાદના પતનને મૂડીવાદ પોતાનો ભવ્ય વિજય માની તેમ જ મનાવી રહ્યો છે. આમ, બે ફિલસૂફી વચ્ચેનો બૃહદ સંઘર્ષ આજ ે [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


હવે જાણે પરાકાષ્ઠાએ પહોંચી રહ્યો છે. આવા માહોલમાં ‘સર્વોદય’ પોતાની આગવી ભૂમિકા સાથે આજ ે જગતના ચોકમાં ઊભો છે. સર્વોદય ફિલસૂફીના ઉદ્ભવ વખતે હતી, તેના કરતાં આજની પરિસ્થિતિ ઘણી વધારે પેચીદી, ઘણી વધારે અટપટી ને સંકુલ, ઘણી વધારે વિષમ છે. ‘આધુનિક સુધારા’ની ફિલસૂફી આજ ે વધારે વિકરાળ, આક્રમણખોર ને મદોન્મત્ત થઈને સામે ઊભી છે, તો આની સાથોસાથ સર્વોદયની ફિલસૂફીને પરિપુષ્ટ કરતાં નવાં નવાં વિજ્ઞાનો, વિચારો ને વલણો પણ દુનિયામાં પાંગરી રહ્યાં છે. આજનો પડકાર હવે પશ્ચિમ વિરુદ્ધ પૂર્વનો કે ઉત્તર વિરુદ્ધ દક્ષિણનો નથી, પણ મોતનાં પરિબળો સામે જીવનનાં પરિબળોનો છે. સર્વોદય એકલો નથી, પ્રબુદ્ધ ચિંતકો-મનીષીઓ-વિચારકો-કર્મવીરોની એક બૃહદ્ જાગતિક બિરાદરી આપણી સાથે છે. જીવનનાં પરિબળોનું સુપેરે જતન તેમ જ સંયોજન કરીને આપણે મોતનાં પરિબળોને મારી હઠાવવાનાં છે. આવા બે ફિલસૂફીના બૃહદ સંઘર્ષના પરિપ્રેક્ષ્યમાં જોઈશું, તો ‘હિં દ સ્વરાજ’ આજ ે આપણને સવિશેષ પ્રસ્તુત જણાશે. ગાંધીએ પોતાની આર્ષ દૃષ્ટિથી જોઈ લીધેલું કે યુરોપના રે નેસાં બાદ ત્યાં ઊભી થયેલી સભ્યતા એક એવી વિપરીત ફિલસૂફી ઉપર ઊભી છે, જ ે ફિલસૂફી માનવદ્રોહી છે, અનીતિમય છે, આસુરી છે, અને માનવજાત માટે સર્વથા અકલ્યાણકારી છે. લગભગ સોળમી સદીથી યુરોપમાં રે નેસાં (પુનર્જાગૃતિ, પુનરુત્થાન)ની શરૂઆત થઈ. તેમાં મનુષ્યને કેન્દ્રમાં રાખીને જીવન પ્રત્યેના એક નવા અભિગમનો આરં ભ થયો. માણસને ચીલાચાલુ પરં પરાગત વાતાવરણમાંથી મુક્ત કરી સ્વતંત્ર રીતે વિચાર કરતો કરવાનું તેનું ધ્યેય હતું. યુરોપમાં પુનરુત્થાનની એક નવી લહર नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

આજનો પડકાર હવે પશ્ચિમ વિરુદ્ધ પૂર્વનો કે ઉત્તર વિરુદ્ધ દક્ષિણનો નથી, પણ મોતનાં પરિબળો સામે જીવનનાં પરિબળોનો છે. સર્વોદય એકલો નથી, પ્રબુદ્ધ

ચિંતકો-મનીષીઓ-વિચારકો-કર્મવીરોની

એક બૃહદ્ જાગતિક બિરાદરી આપણી સાથે છે. જીવનનાં પરિબળોનું સુપેરે જતન તેમ જ સંયોજન કરીને આપણે મોતનાં પરિબળોને મારી હઠાવવાનાં   છે

ઊઠી. માનવમુક્તિનો અને માનવગૌરવની પુનઃપ્રતિષ્ઠાનો નારો જાગ્યો. એક નવો જુ વાળ આવ્યો, પણ તે અવળી દિશામાં ફં ટાયો. આ નવી જુ વાળે માણસને ઘણાં બંધનોમાંથી મુક્ત જરૂર કર્યો, પણ સાથે સાથે તેને ઘણાં અદૃશ્ય બંધનોમાં પાછો જકડી લીધો. માનવમુક્તિ અને માનવગૌરવની વાત ક્યાંય બાજુ એ રહી ગઈ. મનુષ્ય કેન્દ્રમાં રહે વાને બદલે મનુષ્ય તો ક્યાંય બાજુ એ હડસેલાઈ ગયો અને બીજી કેટલીયે અવાંતર વસ્તુઓ જ કેન્દ્રમાં આવી ગઈ! આવા સંજોગોમાં માનવમુક્તિ અને માનવગૌરવની વાત ફરી બુલંદપણે ગજવવાનું કામ ગાંધીએ કર્યું. આ અર્થમાં ગાંધીનું ‘હિં દ સ્વરાજ’ એ પથભ્રષ્ટ થઈ રહે લ યુરોપિયન ‘રે નેસાં’ને ફરી સાચા મારગે લાવવાના જબ્બર પુરુષાર્થ કરનારું જાણે એક ‘કૅ રેક્ટિવ રૉકેટ’ છે. પૃથ્વી પરથી જ્યારે કોઈ ગ્રહ ઉપર અવકાશયાન રવાના કરાય છે, ત્યારે ક્યારે ક એવું બને છે કે તે યાન એ ગ્રહ ઉપર પહોંચવાને બદલે તેને માત્ર જરીક સ્પર્શીને અવકાશમાં વિલીન થઈ જશે, એમ લાગે છે. તેવે વખતે વિજ્ઞાનીઓ ‘કૅ રેક્ટિવ રૉકેટ’ ફોડી યાનના પથમાં સુધારો કરી લઈને યાનને ધાર્યા લક્ષ્ય પર પહોંચાડે છે. એવી જ રીતે 231


‘હિં દ સ્વરાજ’ વિપથગામી ‘રે નેસાં’ને ફરી સાચા મારગે લાવવાનો તથા માનવમુક્તિ, માનવ-ગરિમા અને માનવ-ગૌરવના મૂળ ધ્યેયને હાંસલ કરવાનો ગાંધીનો ભગીરથ પ્રયાસ છે. સારાંશ કે, ‘હિં દ સ્વરાજ’ એક ખોટી ફિલસૂફી સામેના વિદ્રોહની ચોપડી છે, તે ફિલસૂફીના વેધક તેમજ સૂક્ષ્મ વિશ્લેષણની ચોપડી છે. ગાંધીએ કેટલીક કસોટીઓ, કેટલાક સાંસ્કૃતિક માપદંડો, કેટલાંક માનવીય મૂલ્યો આપણી સામે મૂકી દીધાં છે, અને તે સંદર્ભમાં આ સભ્યતા કેટલીક વિપરીત દિશામાં જઈ રહી છે, તે બતાવ્યું છે. આની સાથોસાથ આ ખોટી ફિલસૂફીને હઠાવીને તેની જગ્યાએ માણસજાત માટે એક કલ્યાણકારી નવી ફિલસૂફી પ્રસ્થાપિત કરવાનું સપનું ગાંધીએ સેવ્યું છે. આમાં ગાંધી કેટલીક એવી વાતો કરી ગયા છે, જ ે ધ્રુવતારક જ ેવી અચલ છે અને આજ ે પણ ઘણી માર્ગદર્શક બની શકે એવી છે. પૃથ્વી ઘૂમતી રહે છે, ધ્રુવતારક અવિચલ છે. દુનિયા બદલાતી રહે છે, કેટલીક વાતો ધ્રુવતારક જ ેવી અવિચલ છે.

ગાંધીની વાતો હં મેશાં સાદી, સીધી ને સરલ હોય છે. એ શાસ્ત્રીય માણસ નહોતા, તેથી તેમણે જ ે કેટલીક વાતો કરી છે, તે અત્યંત સરલ છે. ખરું જોતાં, સત્ય અતિ સરલ જ છે, આપણે લોકો નાહક તર્કથી ને બુદ્ધિથી તેને ગૂંચવી નાંખીએ છીએ. ‘હિં દ સ્વરાજ’માં વિશુદ્ધ હૃદયથી બતાવાયેલાં તથ્ય આવાં જ સરલ છે. વિશુદ્ધ હૃદયથી ગ્રહણ કરવાની અને સમજવાની કોશિશ કરીશું, તો તે તુરત આત્મસાત્ થઈ જશે. આવાં કેટલાંક મૂળભૂત તથ્યોની થોડી છણાવટ હવે આપણે કરીશું, જ ે આજ ે એકવીસમી સદીમાંયે જાગતિક પ્રવાહોના સંદર્ભમાં ‘હિં દ સ્વરાજ’ની તેમ જ ‘સર્વોદય’ની વિચારધારાની પ્રસ્તુતતા આપણી સામે ઉજાગર કરી આપશે. તે આપણને એવી પ્રતીતિ કરાવશે કે ગાંધીના દાખવેલા મારગે જ આપણે ‘રે નેસાં’ને તેના અસલ અર્થમાં સિદ્ધ કરી શકીશું, માનવમુક્તિ તેમ જ માનવગરિમા તેના ખરા અર્થમાં સાધી શકીશું. o

શાશ્વત જીવન માટે હિંદુસ્તાન તરફ જ આંગળી ચીંધવી પડે... આપણો ઉછેર કેવળ ગ્રીક અને રોમન તથા યહૂદી જ ેવી એક સેમેટિક જાતિના વિચારોના પોષણ પર થયો છે. આવી એક પ્રજા તરીકે આપણા આંતરિક જીવનને વધારે પૂર્ણ કરવા, વધારે સર્વગ્રાહી અને સાર્વત્રિક બનાવવા, હકીકતમાં વધારે માનવતાપૂર્ણ બનાવવા તથા અત્યારના ઐહિક જીવનનું નહીં પણ શાશ્વત જીવનનું ઘડતર કરવા માટે આપણને જ ે સુધારણાની ખૂબ જ આવશ્યકતા છે તે કયા સાહિત્યમાંથી મળે એવું છે એવો સવાલ જો હં ુ મારી જાતને પૂછુ ં તો મારે , અવશ્ય, હિં દુસ્તાન તરફ જ આંગળી ચીંધવી પડે. ફ્રેડરિક મૅક્સ મૂલર

232

[ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ઔદ્યોગિક સંસ્કૃતિ અને હિંદ સ્વરાજ

નિરં જન ભગત

૧૯૦૭-૦૮માં દક્ષિણ આફ્રિકામાં ટ્રાન્સવાલમાં નવેમ્બરની ૧૩મીથી ૨૨મી લગીમાં વીસ પ્રકરણમાં

જોહાનિસબર્ગમાં અંગ્રેજોના રં ગદ્વેષના બે અન્યાયી ધારાઓની વિરુદ્ધ ગાંધીજીએ એમનો સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો. પછી ૧૯૦૯ના જુ લાઈની ૧૦મીએ ટ્રાન્સવાલ ડૅપ્યુટેશનમાં દક્ષિણ આફ્રિકાના હિન્દીઓના પ્રતિનિધિ-સભ્ય તરીકે એ લંડન ગયા. અને નવેમ્બરની ૧૩મી લગી ત્યાં ચારે ક માસ રહ્યા. ત્યારે એમણે સુધારા વિશેનાં એટલે કે આધુનિક સંસ્કૃતિ, ઔદ્યોગિક સંસ્કૃતિ વિશેનાં અનેક પુસ્તકોનું વાચન કર્યું એ સૌમાં સૌથી વધુ મહત્ત્વનું પુસ્તક ઍડવર્ડ કાર્પેન્ટરનું Civilization, Its Cause and Cure (સુધારો, તેનાં કારણો અને તેની દવા) વાંચ્યું. સપ્ટેમ્બરની ૭મીએ એનો પહે લો ભાગ પૂરો કર્યો. સપ્ટેમ્બરની ૮મીએ પોલાકને એ વિશે પત્ર લખ્યો. ઑક્ટોબરની ૧લીએ ટૉલ્સ્ટૉય સાથે પત્રવ્યવહારનો આરં ભ કર્યો. ઑક્ટોબરની ૮મીએ ઍમર્સન ક્લબમાં ‘પૅસિવ રિઝિસ્ટન્સની નૈતિકતા’ પર વ્યાખ્યાન કર્યું. ઑક્ટોબરની ૧૩મીએ હૅ મસ્ટેડ રે ન સોસાયટીના ઉપક્રમે સી. ઈ. પીસ ઍન્ડ આર્બિટ્શ મૉરિસના પ્રમુખપદે ફ્રેન્ડ્સ હાઉસમાં ‘East and West’ (‘પૂર્વ અને પશ્ચિમ’) પર વ્યાખ્યાન કર્યું. ઑક્ટોબરની ૧૪મીએ પોલાકને એ વિશે પત્ર લખ્યો. આ ચારે ક માસના સમયમાં એમણે ત્યારે ભારતના જ ે અરાજકતાવાદીઓ લંડનમાં વસ્યા હતા એમની સાથે અને અનેક અંગ્રેજો સાથે સતત સંવાદ કર્યો. સૌથી વિશેષ તો એમણે પોતાની જાત સાથે સંવાદ કર્યો, પોતે આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ કર્યું. એને પરિણામે પોતે આત્મશિક્ષણ અને આત્મપરિવર્તન કર્યું. એને પરિણામે એમણે ઇંગ્લંડથી દક્ષિણ આફ્રિકામાં પુનરાગમન સમયે ‘ક્લિડોનન કૅ સલ’ સ્ટીમર પર नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

વાચક અને અધિપતિ વચ્ચે સંવાદરૂપે હિં દ સ્વરાજ ચાલીસ વર્ષની વયે લખ્યું, ઇન્ડિયન ઓપિનિયનમાં ડિસેમ્બરની ૧૧મીએ પહે લાં બાર પ્રકરણ અને ડિસેમ્બરની ૧૮મીએ બાકીનાં આઠ પ્રકરણ એમ બે હપ્તામાં લેખમાળારૂપે એ પ્રસિદ્ધ કર્યું. પછી ‘એ લેખમાળા વાચકવર્ગને એટલી બધી ગમી કે તે પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવી’ ૧૯૧૦ના જાન્યુઆરીમાં, જોહાનિસબર્ગમાં ઇન્ટરનૅશનલ પ્રિન્ટિંગ પ્રેસમાંથી. માર્ચના આરં ભમાં મુંબઈ સરકારે ગાંધીજીનાં અન્ય પુસ્તકોની સાથે આ પુસ્તક પણ જપ્ત કર્યું. એથી અને ગાંધીજીને થયું ‘મારા અંગ્રેજ મિત્રોને એ પુસ્તકના લખાણથી વાકેફ કરવા એ મારી તેમના પ્રત્યેની ફરજ છે’ એથી ‘એક ક્ષણની ઢીલ કર્યા વગર’ માર્ચની ૨૦મીએ જોહાનિસબર્ગમાં ઇન્ટરનૅશનલ પ્રિન્ટિંગ પ્રેસમાંથી ‘ગાંધીજીએ મિ. કૅ લનબૅક માટે એ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો, તે મુંબઈ સરકારના હુકમના જવાબરૂપે પ્રસિદ્ધ કર્યો.’ એપ્રિલની ૪થીએ ગાંધીજીએ ટૉલ્સ્ટૉયના ‘એક નમ્ર અનુયાયી તરીકે’ ટૉલ્સ્ટૉયને એની એક નકલ મોકલી અને સાથે પત્ર લખ્યો. મેની ૯મીએ ટૉલ્સ્ટૉયે ગાંધીજીને એના ઉત્તરરૂપે પત્ર લખ્યો. એમાં એમણે હિં દ સ્વરાજ વિશે લખ્યું, ‘મેં તમારી ચોપડી રસથી વાંચી છે. કેમ કે હં ુ માનું છુ ં કે તેમાં ચર્ચવામાં આવેલો વિષય-સત્યાગ્રહ તે હિં દુસ્તાન માટે જ નહીં પણ કુ લ આદમજાત માટે સહુથી વધારે અગત્યનો છે… હં ુ તમારી ચોપડીને બહુ કિંમતી ગણું છુ .ં ’ ૧૯૦૯માં ગાંધીજીએ હિં દ સ્વરાજ લખ્યું તે પૂર્વે, આગળ જોયું તેમ, ૧૭૬૦માં ઔદ્યોગિક ક્રાંતિને કારણે પ્રથમ ૧૯મી સદીના પૂર્વાર્ધમાં ઇંગ્લંડમાં અને 233


પછી ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપ, અમેરિકામાં ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ અને ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થયું હતું. પશ્ચિમનું જગત ઔદ્યોગિક યુગના બીજા સ્તબકમાં પ્રવેશી ચૂક્યું હતું અને એને પરિણામે, આગળ જોયું તેમ, ઇંગ્લંડમાં અને સમગ્ર યુરોપમાં પ્રાગ્-ઔદ્યોગિક યુગમાં, પ્રાગ્-ઔદ્યોગિક સંસ્કૃતિમાં મુખ્યત્વે સંવાદ અને સહકારનાં, ઉદારતા અને નિઃસ્વાર્થનાં જ ે મૂલ્યો હતાં એનો ઉત્તરોત્તર વધુ ને વધુ હ્રાસ થયો હતો અને એને સ્થાને સંઘર્ષ અને સ્પર્ધાનાં, સંકુચિતતા અને સ્વાર્થનાં મૂલ્યોનો ઉત્તરોત્તર વધુ ને વધુ વિકાસ થયો હતો, અને પરિણામે હવે પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિમાં અર્થકારણમાં નફાખોરી અને રાજ્યકારણમાં સત્તાખોરીની પરાકાષ્ઠા હતી, વિત્તૈષણા અને લોકૈષણાની પરાકાષ્ઠા હતી. સમાજમાં અલ્પસંખ્ય મનુષ્યોનું ધન અને સત્તા દ્વારા વર્ચસ્વ હતું અને એ દ્વારા બહુસંખ્ય મનુષ્યોનું શોષણ-ભક્ષણ હતું. આમ, યંત્રોનો, યંત્રવિજ્ઞાનનો ભારે દુરુપયોગ થયો હતો. માર્ક્‌સ આદિ અનેક દ્રષ્ટાઓને એનું ભાન થયું હતું છતાં એમને માટે ઔદ્યોગિક સંસ્કૃતિ એ મનુષ્યજાતિની પ્રગતિનું પ્રતીક હતી. કારણ કે, આગળ જોયું તેમ, ઇંગ્લંડમાં ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં લોકશાહી સમાજવાદનો આરં ભ થયો હતો, એનો ઉત્તરોત્તર વિકાસ થયો હતો અને ભવિષ્યમાં હજુ વધુ વિકાસ થશે એવી શ્રદ્ધા હતી. અનેક ચિંતકો—માર્ક્‌સ સુધ્ધાં—ને ઔદ્યોગિક સંસ્કૃતિ દ્વારા મનુષ્યજાતિ ભૌતિક, બૌદ્ધિક અને નૈતિક પૂર્ણતા સિદ્ધ કરશે અને એમાં યંત્રોનું, યંત્રવિજ્ઞાનનું વિશેષ અર્પણ હશે એવી શ્રદ્ધા હતી. ૧૯મી સદીના અંત લગીમાં ભારતમાં, આગળ જોયું તેમ, અંગ્રેજોનું આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક એમ ત્રિવિધ વર્ચસ્વ હતું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં કેટલાક રાષ્ટ્રપ્રેમી શિક્ષિત સજ્જનોએ કેટલાક 234

ટૉલ્સ્ટૉયે ગાંધીજીને એના ઉત્તરરૂપે પત્ર લખ્યો. એમાં એમણે હિંદ સ્વરાજ વિશે લખ્યું, ‘મેં તમારી ચોપડી રસથી વાંચી છે. કેમ કે હું માનું છું કે તેમાં ચર્ચવામાં આવેલો વિષય-સત્યાગ્રહ તે હિંદુસ્તાન માટે જ નહીં પણ કુલ આદમજાત માટે સહુથી વધારે અગત્યનો છે… હું તમારી ચોપડીને બહુ કિંમતી ગણું છું

સમભાવી અંગ્રેજ સજ્જનોના સહકારથી ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ સ્થાપી હતી. પણ ૨૦મી સદીના આરં ભમાં બંગભંગ સમયે એના ‘ઍકસ્ટ્રીમિસ્ટ’— જહાલ અને ‘મૉડરે ટ’—મવાળ એમ બે ભાગ થયા હતા. ત્યાર પછી તરત જ ત્રાસવાદીઓ, હિં સાવાદીઓ, વિપ્લવવાદીઓ, અરાજકતાવાદીઓની પ્રવૃત્તિનો પણ આરં ભ થયો હતો બંનેનો સ્વરાજ માટેનો પુરુષાર્થ હતો. બંનેનું સાધ્ય અભિન્ન હતું —સ્વરાજ. બંનેનું સાધન ભિન્ન હતું—એકનું આજીજી અને બીજાનું દારૂગોળો. બંનેનો સ્વરાજનો અર્થ પણ અભિન્ન હતો—અંગ્રેજો જાય, એટલે કે અંગ્રેજોનું આર્થિક અને રાજકીય વર્ચસ્વ જાય; અને પછી અંગ્રેજોનું સાંસ્કૃતિક વર્ચસ્વ હતું ત્યારે જ ે ન થયું તે થાય, એટલે કે ભારતમાં ઔદ્યોગિક સંસ્કૃતિનું, ઔદ્યોગિક મનુષ્યનું સર્જન થાય. બંનેનો સ્વરાજનો અર્થ હતો અંગ્રેજો જાય પણ અંગ્રેજોનો સુધારો ન જાય, અંગ્રેજો ભારતમાં ન હોય ત્યારે પણ અંગ્રેજોનો સુધારો ભારતમાં હોય. બંનેનું સમીકરણ હતુંૹ સ્વરાજ = અંગ્રેજોનો સુધારો. ૧૯૦૯માં ગાંધીજીએ હિં દ સ્વરાજ લખ્યું તે પૂર્વે ગાંધીજીનો સ્વરાજનો અર્થ પણ આ અર્થથી વિશેષભાવે ભિન્ન ન હતો. ગુજરાતમાં દલપતનર્મદનો સુધારો એ મુખ્યત્વે સામાજિક અને ધાર્મિક [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


સુધારો હતો. ગાંધીજીનો જન્મ આ સુધારાના વાતાવરણમાં થયો. યુવક મોહનદાસનો સુધારો એ પણ મુખ્યત્વે સામાજિક અને ધાર્મિક સુધારો હતો. પણ પછી દક્ષિણ આફ્રિકમાં મિસ્ટર ગાંધીનો સુધારો એ રં ગદ્વેષના રાજકારણમાં સક્રિય રસને કારણે અને રસ્કિનના પુસ્તક Unto This Last (સર્વોદય)ના વાચનને કારણે રાજકીય અને આર્થિક સુધારો હતો. આ સારોયે સમય એમને અંગ્રેજોની લોકશાહી પ્રત્યે, એની રાજ્યપદ્ધતિ અને ન્યાયપદ્ધતિ પ્રત્યે અનહદ અહોભાવ હતો. પણ ૧૯૦૭-૦૮માં એમને અંગ્રેજોના રં ગદ્વેષનો કરુણ અનુભવ થયો અને અંગ્રેજોના રાજયકારણમાં સત્તાખોરીનું પ્રથમ વાર ભાન થયું. એની વિરુદ્ધ એમણે એમનો પ્રથમ સત્યાગ્રહનો પ્રયોગ કર્યો અને એના અનુસંધાનમાં એ લંડન ગયા. ૧૯૦૯માં લંડનમાં એ મિસ્ટર ગાંધીમાંથી મહાત્મા ગાંધી થયા. લંડનમાં એમણે ‘બહુ વાંચ્યું.’ એમણે પંડની સામે બંડ પોકાર્યું. એમણે હિં દ સ્વરાજ લખ્યું. હવેથી એમનું સાધ્ય હતું સ્વરાજ એટલે અંગ્રેજોનો સુધારો નહીં પણ હિં દ સ્વરાજમાં જ ે સ્વરાજ અને સુધારો છે તે સ્વરાજ અને સુધારો અને એમનું સાધન હતું સત્યાગ્રહ. ૧૯૦૯માં ગાંધીજીએ હિં દ સ્વરાજ લખ્યું તે પૂર્વે ગાંધીજીને સત્ય, અહિં સા અને પ્રેમનો અંગત અનુભવ હતો; એના વૈયક્તિક, કૌટુબિ ં ક સ્વરૂપનો અનુભવ હતો. ૧૯૦૭-૦૮માં દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોના રં ગદ્વેષના રાજકારણમાં આ જ સમયમાં ભારતમાં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના સભ્યોને જ ે આજીજીમાં શ્રદ્ધા હતી તે આજીજી, વિનંતી અંગ્રેજોને કર્યા પછી અંતે એમાં શ્રદ્ધા ન હતી ત્યારે એમને માટે કંઈક કર્મ કરવું, કાર્ય કરવું અનિવાર્ય હતું, કાર્ય-ક્રમ કરવો, સવિનય કાનૂનભંગ કરવો, અહિં સક પ્રતિકાર કરવો, સત્યાગ્રહ કરવો અનિવાર્ય હતો. नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

એથી એમણે સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો. અને એમને સત્ય, અહિં સા અને પ્રેમનો વ્યાપક અનુભવ થયો. એના સામાજિક, વૈશ્વિક સ્વરૂપનો અનુભવ થયો. આ જ સમયમાં ભારતમાં ત્રાસવાદીઓના, વિપ્લવવાદીઓના દારૂગોળાનો, એમની હિં સાનો આરં ભ થયો હતો. દક્ષિણ આફ્રિકામાં કેટલાક હિન્દીઓના મન પર એનો પ્રભાવ હતો. ગાંધીજી લંડન ગયા એના એક અઠવાડિયા પૂર્વે જ લંડનમાં એક હિન્દીએ એક અંગ્રેજનું ખૂન કર્યું હતું. લંડનમાં ગાંધીજી ચારે ક માસ રહ્યા ત્યારે એમણે જ ે પ્રસિદ્ધ ભારતીય હિં સાવાદીઓ, અરાજકતાવાદીઓ લંડનમાં વસ્યા હતા તે સૌની સાથે અને અનેક અંગ્રેજોની સાથે સંવાદ કર્યો હતો. હિં દ સ્વરાજની પ્રસ્તાવનામાં અને એને વિશેના એક લેખમાં અને એક સંદેશામાં ગાંધીજીએ લખ્યું છેૹ વળી, વિલાયતમાં ટ્રાન્સવાલ ડેપ્યુટેશન સારુ ચાર માસ રહ્યો તે મુદ્દતમાં મારાથી બન્યા તેટલા હિં દીની સાથે વિચાર કર્યો, બન્યા તેટલા અંગ્રેજોને પણ મળ્યો.  ઇન્ડિયન ઓપિનિયનના ગુજરાતી ઘરાક આઠસેંને આશરે છે. ઘરાક દીઠ દસ જણ ઓછામાં ઓછા તે છાપું રસપૂર્વક વાંચે છે એમ મેં અનુભવ્યું છે. જ ેઓ ગુજરાતી નથી જાણતા તેઓ બીજા પાસે વંચાવે છે. આવા ભાઈઓએ મારી પાસે હિં દની દશા વિશે બહુ સવાલ કર્યા છે. એવા જ સવાલ મારી પાસે વિલાયતમાં થયા.  … હિં દીઓના હિં સાવાદી સંપ્રદાયને અને દક્ષિણ આફ્રિકામાંના તેને મળતા વિચાર ધરાવનારા વર્ગને જવાબરૂપે તે લખાયું હતું. લંડનમાં વસતા એકેએક જાણીતા અરાજકતાવાદી હિં દીના પ્રસંગમાં હં ુ આવ્યો હતો. એમના શૂરાતનની છાપ મારા મન પર 235


પડેલી, પણ મને લાગ્યું કે એમની ધગશે અવળી દિશા પકડી છે. મને લાગ્યું કે હિં સા એ હિં દુસ્તાનનાં દુઃખોનો ઇલાજ નથી. અને એની સંસ્કૃતિ જોતાં તેણે આત્મરક્ષા સારુ ભિન્ન અને ઉચ્ચતર પ્રકારનું કોઈ શસ્ત્ર વાપરવું જોઈએ. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ તે વખતે હજુ માંડ બે વરસનું બાળક હતો. પણ એનો વિકાસ એટલો થઈ ચૂક્યો હતો કે મેં એને વિશે અમુક અંશે આત્મવિશ્વાસથી લખવાની હામ ભીડી હતી.  વાચક એટલું ધ્યાનમાં રાખે કે કેટલાક કાર્યકર્તાઓ, જ ેમાંના એક કટ્ટર અરાજકતાવાદી હતા, તેમની સાથે મારે જ ે વાતચીતો થયેલી તે જ ેવી ને તેવી મેં એ પુસ્તકમાં ઉતારે લી છે. વાચક એ પણ જાણે કે દક્ષિણ આફ્રિકાના હિં દીઓમાં જ ે સડો પેસવાની અણી પર હતો તે આ લખાણે અટકાવ્યો છે. ગાંધીજીએ આત્મવિશ્વાસથી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. અને ભારતની સંસ્કૃતિને અનુરૂપ એવા આ સત્યાગ્રહનો ભારતની આત્મરક્ષા અર્થે ભવિષ્યમાં ભારતમાં અનેક વાર પ્રયોગ કરવાનો એમનો આત્મસંકલ્પ હતો. હિં દ સ્વરાજની પ્રસ્તાવનામાં અને એના અંતિમ પ્રકરણના અંતિમ વાક્યોમાં ગાંધીજીએ લખ્યું છેૹ જ ે વિચારો બતાવ્યા છે તે મારા છે, ને મારા નથી. તે મારા છે કેમ કે તે પ્રમાણે વર્તન કરવાની મારી ઉમેદ છે. તે મારા આત્મામાં ઘડાઈ ગયા જ ેવા છે.  મને લાગે છે કે આપણે સ્વરાજનું નામ લીધું છે પણ તેનું સ્વરૂપ સમજ્યા નથી. તે જ ેવું હં ુ સમજ્યો છુ ં તેવું સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તેવું સ્વરાજ લેવા ખાતર આ દેહ અર્પણ છે, એમ મન સાક્ષી પૂરે છે. આ છે ગાંધીજીના સ્વરાજના, સુધારાના સાધ્ય 236

હિંદ સ્વરાજ એ માત્ર કોઈ શબ્દવીરનું નહીં એક કર્મવીરનું સર્જન છે. હિંદ સ્વરાજમાં ગાંધીજી દ્રષ્ટા અને સ્ત્રષ્ટા બંને છે. હિંદ સ્વરાજમાં ગાંધીજીનું સાધન છે સત્યાગ્રહ અને સાધ્ય છે સ્વરાજ. સ્વ + રાજ. પણ ગાંધીજીમાં સાધન-સાધ્યનો અભેદ છે, એનું અદ્વૈત છે. એથી જ ગાંધીજીમાં સાધનશુદ્ધિનો આગ્રહ છે

માટેના સાધનની, સત્યાગ્રહની, હિં દ સ્વરાજના પ્રકરણ ૧૪-૧૭ની પ્રેરણા અને પૂર્વભૂમિકા. હિં દ સ્વરાજ એ માત્ર કોઈ શબ્દવીરનું નહીં એક કર્મવીરનું સર્જન છે. હિં દ સ્વરાજમાં ગાંધીજી દ્રષ્ટા અને સ્ત્રષ્ટા બંને છે. હિં દ સ્વરાજમાં ગાંધીજીનું સાધન છે સત્યાગ્રહ અને સાધ્ય છે સ્વરાજ. સ્વ + રાજ. પણ ગાંધીજીમાં સાધન-સાધ્યનો અભેદ છે, એનું અદ્વૈત છે. એથી જ ગાંધીજીમાં સાધનશુદ્ધિનો આગ્રહ છે, સત્ય-અહિં સા-પ્રેમનો આગ્રહ, સત્યાગ્રહ છે. ગાંધીજીએ લંડનમાં ‘બહુ વાંચ્યું. બહુ વિચાર્યું.’ હિં દ સ્વરાજની અને અંગ્રેજી હિં દ સ્વરાજની પ્રસ્તાવનાઓમાં ગાંધીજીએ લખ્યું છેૹ જ ે વિચારો બતાવ્યા તે મારા છે, ને મારા નથી… મારા નથી, કેમ કે તે મેં જ વિચાર્યા છે એમ નથી; તે કેટલાંક પુસ્તકો વાંચ્યાં પછી બંધાયેલા છે. મનમાં જ ે ઊંડુ ં ઊડુ ં જોતો હતો તેને પુસ્તકોએ ટેકો આપ્યો.  જ ે વિચારો વાંચનાર પાસે રજૂ કરું છુ ં તે હિં દુસ્તાનમાં સુધારાની ધૂનમાં નહીં આવેલા એવા ઘણા હિં દી ધરાવે છે, એ તો કંઈ સાબિત કરવા જ ેવું રહે તું નથી, પણ તે જ વિચારો યુરોપના હજારો માણસો ધરાવે છે તે હં ુ વાંચનારના મનમાં મારા પુરાવાથી જ ઠસાવવા [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


માગું છુ .ં જ ેને તે શોધ કરવી હોય, જ ેને તેવો અવકાશ હોય, તે માણસ તે પુસ્તકો જોઈ શકશે. ગાંધીજીએ અંગ્રેજી હિં દ સ્વરાજનાં પરિશિષ્ટોમાં હિં દ સ્વરાજના અભ્યાસ માટે વાચન કરવાની ભલામણ સાથે વીસ પુસ્તકોની યાદી આપી છે. અને સાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિએ અર્વાચીન સંસ્કૃતિ પાસેથી ભાગ્યે જ કંઈ ભણવાનું હોય એ અંગેનાં આઠ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં વિધાનોનાં અવતરણો આપ્યાં છે. સપ્ટેમ્બરની ૭મીએ ગાંધીજીએ એમાંના એક પુસ્તક—ઍડવર્ડ કાર્પેન્ટરના Civilization, Its Cause and Cure (સુધારો, તેનાં કારણો અને તેની દવા)—ના પહે લા ભાગનું વાચન પૂરું કર્યું અને સપ્ટેમ્બરની ૮મીએ પોલાક પરના પત્રમાં એ વિશે લખ્યુંૹ આપણે જ ેને સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ તેનું તેમણે સરસ પૃથક્કરણ કર્યું છે. તેમણે સંસ્કૃતિની ઘણી સખત નિંદા કરી છે અને તે મારા અભિપ્રાય મુજબ પૂરેપૂરી વાજબી છે. તેમણે સૂચવેલો ઇલાજ સારો છે, પરં તુ મને લાગે છે કે પોતાની જ કલ્પનાથી એ પોતે ગભરાય છે અને તે સ્વાભાવિક પણ છે, કારણ કે તેમને પોતાની ભૂમિકા વિશે પાકી ખાતરી નથી. મારી માન્યતા અનુસાર કોઈ પણ માણસ હિં દના દિલને પિછાને નહીં ત્યાં સુધી ભવિષ્ય વિશે ચોક્કસ અનુમાન બાંધી નહીં શકે તેમ જ તેનો યોગ્ય ઇલાજ પણ ન બતાવી શકે. હવે તમે એ વાત સમજી શકશો કે મારા વિચારો મને કઈ દિશામાં ધકેલી રહ્યા છે. [મૂળ અંગ્રેજી પત્રનો ‘અક્ષરદેહ’માંનો અનુવાદ]

આમ, ગાંધીજીના આત્મામાં જ ે વિચારો ઘડાઈ ગયા જ ેવા હતા અને ગાંધીજી મનમાં જ ે ઊંડુ ં ઊંડુ ં જોતા હતા એને આ પુસ્તકોએ, સવિશેષ કાર્પેન્ટરના પુસ્તકે ટેકો આપ્યો. ઉપરાંત એમને એમની ભૂમિકા नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

વિશે પાકી ખાતરી હતી, એ હિં દના દિલને પિછાનતા હતા, એમને હિં દના ભવિષ્ય વિશે ચોક્કસ અનુમાન બાંધવું હતું, તેમ જ તેનો ઇલાજ બતાવવો હતો. એમના વિચારો એમને હિં દ સ્વરાજની દિશામાં ધકેલી રહ્યા હતા. ઑક્ટૉબરની ૧લીએ કેટલાંક વર્ષો થયાં એમના શિક્ષક તરીકે નીવડેલ ટૉલ્સ્ટૉય સાથે પત્રવ્યવહારનો આરં ભ કર્યો. ઑક્ટૉબરની ૮મીએ હૅ મ્પસ્ટેડ કલબમાં ‘પૂર્વ અને પશ્ચિમ’ પર વ્યાખ્યાન કર્યું. ઑક્ટૉબરની ૯મીએ પોલાક પરના પત્રમાં ગાંધીજીએ પોતે જ એનો સાર આપ્યો છે. વળી ઇન્ડિયન નૅશનલ કૉંગ્રસની લંડનમાંની બ્રિટિશ હિં દી કમિટીના અંગ્રેજી સાપ્તાહિક Indiaના ઑક્ટૉબરની ૨૨મીના અંકમાં પણ એનો સાર પ્રગટ થયો છે. હિં દ સ્વરાજની સાચી અને સંપૂર્ણ સમજ માટે આ વ્યાખ્યાનનો સાર એક અમૂલ્ય સહાય છે. પોલાક પરના પત્રમાં આ વ્યાખ્યાનના અનુસંધાનમાં ગાંધીજીએ પોતાનાં મન અને હૃદય ખોલ્યાં છેૹ …તમે હવે લગભગ આખું હિં દુસ્તાન જોઈ વળવાના છો, જ ે લહાવો હજી હં ુ લઈ શક્યો નથી, એટલે મને લાગે છે કે, અહીં વધારે ગંભીર નિરીક્ષણ પછી જ ે ચોક્કસ અનુમાનો પર હં ુ આવ્યો છુ ં તે મારે લખી નાખવા જોઈએ.  આ વસ્તુ મારા મનમાં ધોળાયા કરતી હતી, પણ કોઈ ચોક્કસ અને સ્પષ્ટ ચિત્ર ઊઠ્યું નહોતું. ‘પૂર્વ અને પશ્ચિમ’એ વિષય ઉપર પીસ ઍન્ડ રે ન સોસાયટી આગળ બોલવાનું આર્બિટ્શ આમંત્રણ મેં સ્વીકાર્યું ત્યાર બાદ મારું મગજ અને હૃદય બંને કામ કરવા મંડી ગયાં…  તમે એ પણ જોશો કે સત્યાગ્રહની સાચી ભાવનાને લઈને જ હં ુ ઉપરનાં ચોક્કસ અનુમાનો ઉપર આવ્યો છુ … ં જો મને એનું સત્ય સમજાયું હોય તો એનો અમલ કરતાં મને આનંદ થવો જોઈએ…એટલે મને લાગે છે કે મેં માનસિક 237


રીતે જ ે પગલું ભર્યું છે અને જ ેને હં ુ પ્રગતિકારક પગલું કહં ુ છુ ,ં તે તમારાથી છુ પાવવું નહીં જોઈએ.

[મૂળ અંગ્રેજી પત્રનો ‘અક્ષરદેહ’માંનો અનુવાદ]

આમ, જ ે વસ્તુ એમના મનમાં ધોળાયા કરતી હતી, પણ કોઈ ચોક્કસ અને સ્પષ્ટ ચિત્ર ઊઠ્યું નહોતું તેમાંથી વધારે ગંભીર નિરીક્ષણ પછી અને આ વ્યાખ્યાન પછી એમનું મગજ અને હૃદય બંને વધારે કામ કરવા મંડી ગયાં એથી ગાંધીજી એમના સત્યાગ્રહની સાચી ભાવનાને લઈને જ ચોક્કસ અનુમાનો પર આવ્યા હતા અને એમને એમનું સત્ય સમજાયું હતું એથી હવે એમણે માનસિક રીતે જ ે પ્રગતિકારક પગલું ભર્યું હતું એનો અમલ કરવાનો એમનો આત્મસંકલ્પ હતો અને એનો એમને આનંદ હતો. આ છે ગાંધીજીના સ્વરાજ અને સુધારાના સાધ્યની, હિં દ સ્વરાજનાં પ્રકરણ ૧-૧૩ અને ૧૮૨૦ની પ્રેરણા અને પૂર્વભૂમિકા. ગાંધીજીએ ૧૯૦૯માં હિં દ સ્વરાજ લખ્યું તે પૂર્વે ગાંધીજીનું એમના સાધ્યનું સ્વરાજ અને સુધારાનું જ ે દર્શન હતું તે દલપત-નર્મદનું, ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના જહાલ અને મવાળ બંને પક્ષોના સભ્યોનું, ત્રાસવાદી અને હિં સાવાદીઓ, વિપ્લવવાદીઓ અને અરાજકતાવાદીઓ આદિ સૌનું એમના સાધ્યનું, સ્વરાજ અને સુધારાનું જ ે દર્શન હતું એથી વિશેષપણે ભિન્ન ન હતું. હિં દ સ્વરાજમાં ગાંધીજીએ વાચક સાથેના સંવાદમાં અધિપતિરૂપે વિ​િવધ સંદર્ભમાં એ વિશે ત્રણ વાર લખ્યું છેૹ તમે માનો છો તેમ એક વેળા હં ુ પણ માનતો.  દાક્તરના વિશે જ ેમ તમને હજુ મોહ છે તેમ મને પણ હતો. એક વખત એવો હતો કે જ્યારે મેં પોતે દાક્તર થવાનો ઇરાદો રાખેલો, અને દાક્તર થઈ મારે કોમની સેવા કરવી એમ ધાર્યું હતું. હવે તે મોહ ગયો છે.  તમે ઠીક દલીલ કરી છે. તે એવી છે કે તેથી 238

ઘણા છેતરાયા છે. હં ુ પણ તેવી દલીલ કરતો. પણ હવે મારી આંખ ખૂલી છે અને હં ુ મારી ભૂલ જોઈ શકું છુ .ં પણ લંડનમાં, આગળ જોયું તેમ, ગાંધીજીને એમના સાધ્યનું, સ્વરાજ અને સુધારાનું નવું દર્શન થયું. એથી ત્યાર લગી એમના સાધ્યનું, સ્વરાજ અને સુધારાનું જ ે દર્શન હતું એ વિશે એમને સંપર્ણ ૂ નિભ્રાંતિનો અનુભવ થયો. એમને એમના વૈચારિક વિશ્વમાં આમૂલ ક્રાંતિનો અનુભવ થયો. એમના જ શબ્દોમાં, હમણાં જ જોયું તેમ, ‘હવે તે મોહ ગયો છે’, ‘પણ હવે મારી આંખ ખૂલી છે ને હં ુ મારી ભૂલ જોઈ શકું છુ .ં ’ એમણે પોતાના પંડ સામે બંડ પોકાર્યું. અને ઇંગ્લંડ અને આફ્રિકા વચ્ચેના ચંચલ સમુદ્રજલ પર અલ્પ સમયમાં જ હિં દ સ્વરાજ લખ્યું છેૹ જ્યારે મારાથી નથી રહે વાયું ત્યારે જ મેં લખ્યું છે. વળી, હિં દ સ્વરાજ લખ્યું એને ત્રીજ ે જ દિવસે, નવેમ્બરની ૨૪મીએ સ્ટીમર પરથી જ મગનલાલ ગાંધીને પત્રમાં એ વિશે લખ્યુંૹ આ વખતે સ્ટીમરમાં મેં કામ કર્યું છે તેની કંઈ હદ નથી રહી. અને તે જ દિવસે મણિલાલ ગાંધીને પત્રમાં લખ્યુંૹ હં ુ જમણે હાથે લખીને થાક્યો છુ ં એટલે હવે તમારી ઉપર કાગળ ડાબે હાથે લખું છુ .ં ગાંધીજીના હસ્તાક્ષરમાં હિં દ સ્વરાજની એક આવૃત્તિ પ્રસિદ્ધ છે. એમાં પણ એમણે ડાબે હાથે કેટલુંક લખાણ કર્યું છે. અને જમણે હાથે જ ે લખાણ કર્યું છે તે હસ્તાક્ષર સૂચવે છે તેમ ત્વરિત ગતિએ કર્યું છે. આમ, ગાંધીજીએ ન રહે વાયું ત્યારે જ, બંને હાથે, ત્વરિત ગતિએ, દસેક દિવસમાં જ હિં દ સ્વરાજ લખ્યું છે. એથી ગાંધીજીના વિચારની ઉગ્રતા અને એમની લાગણીની તીવ્રતાની પ્રતીતિ થાય છે. અને એથી જ ગાંધીજીએ ૧૯૩૮માં હિં દ સ્વરાજ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


આ છે ગાંધીજીની હિં દ સ્વરાજની શૈલીની પ્રેરણા અને પૂરભ ્વ ૂમિકા.

વિશેના એક સંદેશામાં લખ્યું છેૹ એ પુસ્તક મારે આજ ે ફરી લખવાનું હોય તો હં ુ ક્યાંક ક્યાંક તેની ભાષા બદલું. 

હિંદ સ્વરાજની પ્રકાશન - તવારીખ

૧૯૦૯ ૧૦ જુલાઈ – ૧૩ નવેમ્બર : ટ્રાન્સવાલ ડેપ્યુટેશન માટે ગાંધીજીનો લંડનમાં વસવાટ. l ૧૩–૨૨ નવેમ્બર : ઇંગ્લન્ડથી દક્ષિણ આફ્રિકા પાછા ફરતાં આગબોટ કિલડોનન કૅસલ પર ગાંધીજીએ ગુજરાતી પુસ્તક લખ્યું. l ૧૧ ડિસેમ્બર : પહેલાં બાર પ્રકરણ ઇન્ડિયન ઓપિનિયન માં પ્રગટ થયાં. l ૧૮ ડિસેમ્બર : બાકીનાં પ્રકરણ ઇન્ડિયન ઓપિનિયન માં પ્રગટ થયાં. ૧૯૧૦ જાન્યુઆરી : પહેલી ગુજરાતી આવૃત્તિ. ફિનીક્સ (દ. આફ્રિકા) : ઇન્ટરનૅશનલ પ્રિન્ટિંગ પ્રેસ. l ૨૪ માર્ચ : મુંબઈ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો. l માર્ચ : પહેલી અંગ્રેજી આવૃત્તિ (અનુ. ગાંધીજી). ફિનીક્સ (દ. આફ્રિકા) : ઇન્ટરનૅશનલ પ્રિન્ટિંગ પ્રેસ. ગાંધીજીની નવી પ્રસ્તાવના સાથે. [પૃ. ૯] ૧૯૧૪ મે : બીજી ગુજરાતી આવૃત્તિ. ફિનીક્સ (દ. આફ્રિકા) : ઇન્ટરનૅશનલ પ્રિન્ટિંગ પ્રેસ. ગાંધીજીની નવી પ્રસ્તાવના [પૃ. ૧૨ સાથે. ૧૯૧૯ હિંદમાં પહેલી અંગ્રેજી આવૃત્તિ. મદ્રાસ : ગણેશ ઍન્ડ કંપની. ગાંધીજીની નવી પ્રસ્તાવના [પૃ. ૧૪] અને ચ. રાજગોપાલાચારની નોંધ [પૃ. ૧૦૯] સાથે. ૧૯૨૧ આવૃત્તિ ૪. મદ્રાસ : ગણેશ ઍન્ડ કંપની. યંગ ઇન્ડિયા માં પ્રસિદ્ધ થયેલા ગાંધીજીના ‘હિન્દ

नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

સ્વરાજ ઑર ઇન્ડિયન હોમરૂલ’ લેખ [પૃ. ૧૫] સાથે. ૧૯૨૨ હિંદમાં પહેલી ગુજરાતી આવૃત્તિ. નવજીવન. ૧૯૨૩ સપ્ટેમ્બર : ગાંધીજીની મૂળ હસ્તપ્રત ઉપરથી હસ્તાક્ષર-આવૃત્તિ. નવજીવન. ૧૯૨૪ સરમન ઑન ધ સી નામે અમેરિકન આવૃત્તિ (સંપા. હરિદાસ ટી. મઝુમદાર). શિકાગો : યુનિવર્સલ પબ્લિશિંગ કંપની. ૧૯૩૮ નવજીવનની પહેલી અંગ્રેજી આવૃત્તિ. મહાદેવભાઈ દેસાઈની પ્રસ્તાવના [પૃ. ૧૧૦] સાથે. l સપ્ટેમ્બર : આર્યન પાથ સામયિક (મુંબઈ)નો ‘હિંદ સ્વરાજ વિશેષાંક’ પ્રકાશિત થયો. ૧૯૩૯ સંવર્ધિત અંગ્રેજી આવૃત્તિ. નવજીવન. ગાંધીજીએ આર્યન પાથ ને મોકલેલા સંદેશ [પૃ. ૧૧૨] અને મહાદેવભાઈએ આર્યન પાથ ના ‘હિંદ સ્વરાજ વિશેષાંક’ સંદર્ભે હરિજન માં લખેલા લેખ [પૃ. ૧૧૩] સાથે. ૧૯૫૯ હિંદી આવૃત્તિ (અનુ. અમૃતલાલ ઠાકોરદાસ નાણાવટી). નવજીવન. કાકા કાલેલકરની પ્રસ્તાવના [પૃ. ૧૨૩] સાથે. ૨૦૦૯ હિંદ સ્વરાજ ના શતાબ્દી વર્ષ નિમિત્તે હસ્તાક્ષર ઉપરાંત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિશિષ્ટ આવૃત્તિ. નવજીવન.

239


આધુનિક સુધારાની ટીકાઓ : સમીક્ષા રમેશ બી. શાહ

‘હિંદ સ્વરાજ’માં એક મુખ્ય મુદ્દો આધુનિક કે ઔદ્યોગિક સંસ્કૃતિ સામેના વિરોધનો છે. ‘હિંદ સ્વરાજ’ની આસપાસ જે ચર્ચાઓ થઈ છે તે આધુનિક સુધારાના એક ભાગરૂપ યંત્રો અંગે ગાંધીજીના આત્યંતિક જણાતા મત પર કેન્દ્રિત થઈ છે. આધુનિક સુધારા સામેના તેમના વિરોધના પાયાના ગણી શકાય એવા નૈતિક મુદ્દાઓ પરત્વે દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. ગાંધીને ઔદ્યોગિક સંસ્કૃતિ સામે આવો પ્રબળ વિરોધ કેમ હતો તે અંગેની તેમની દલીલોનું થોડું વિવરણ, તેની સમીક્ષા કરવામાં આવી છે.

ગેરસમજો ‘હિં દ સ્વરાજ’ના વાચનથી ગાંધી અંગે જ ે ગેરસમજો થઈ છે અને થાય છે તે પૈકીની કેટલીકની આરં ભમાં સ્પષ્ટતા કરી લઈએ. આધુનિક સુધારાનાં બધાં જ પાસાંને તેમણે અસ્વીકાર્ય ગણ્યાં નથી; તેમ આધુનિક સુધારાને તેમણે અસાધ્ય રોગ પણ માન્યો નથી. હકીકતમાં તો આધુનિક અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય કરવાનો તેમનો પ્રયાસ હતો. આધુનિક સંસ્કૃતિનાં જ ે સારાં પાસાંનો તેમણે સ્વીકાર કર્યો હતો તે નોંધવા જ ેવાં છે : નાગરિક સ્વાતંત્ર્ય, નાગરિકો વચ્ચેની સમાનતા, નાગરિકોના અધિકારો, લોકોની આર્થિક સ્થિતિ સુધારવા માટેની આધુનિક સુધારામાં રહે લી ગુંજાશ, પરં પરાગત ગુલામીમાંથી સ્ત્રીઓનો છુ ટકારો અને સાંપ્રદાયિક સહિષ્ણુતા જ ેવી અનેક બાબતો તેમને સ્વીકાર્ય હતી, પરં તુ આ બધાં મૂલ્યોને તેઓ ધર્મ સાથે જોડવા માગતા હતા. (ગાંધી માટે ધર્મ, નીતિ અને અધ્યાત્મ પર્યાયો છે. ‘સત્યના પ્રયોગો’ની

240

પ્રસ્તાવનામાં તેમણે નોંધ્યું છે : ‘મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક; ધર્મ એટલે નીતિ; આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ.’) દા.ત., લોકોની વ્યક્તિ તરીકેની સ્વતંત્રતા બીજાઓની સ્વતંત્રતાના ભોગે ન હોવી જોઈએ, પોતાની ફરજો પ્રત્યે દુર્લક્ષ સેવીને લોકો પોતાના અધિકારો ન ભોગવી શકે, લોકોને ફરજો હોય છે તેનો અર્થ એ છે કે તેમણે બીજાના કે સમાજના હિતમાં કંઈક કરી છૂટવાનું છે, તેણે કેવળ પોતાના માટે જ જીવવાનું નથી, ઐહિક જ્ઞાનમાં (વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી) થતી વૃદ્ધિ નીતિ-નિરપેક્ષ ન હોવી જોઈએ. અહીં નીતિને ધર્મ(જ ેનાથી સમાજનું ધારણ અને પોષણ થાય એવો માનવવ્યવહાર)ના અર્થમાં સમજવાની છે, આર્થિક વિકાસની સાથે લોકોનો પોતાનો વિકાસ — સ્વરાજ સધાતો રહે વો જોઈએ. બિનસાંપ્રદાયિકતામાં વ્યક્તિ પોતાના સંપ્રદાયને વફાદાર રહીને અન્ય સંપ્રદાયો પરત્વે સમભાવ કેળવે તે તેમને ઇષ્ટ હતું. ગાંધીજીએ તેમના પોતાના જીવનમાં અને પોતાની રાજકીય પ્રવૃત્તિઓમાં જ ેને આધુનિક સંસ્કૃતિનાં ગણી શકાય એવાં કેટલાંક પાસાં અપનાવ્યાં હતાં. સમયપાલન માટેનો તેમનો આગ્રહ ખૂબ જાણીતો છે. તેઓ તેમનાં બધાં કામો ઘડિયાળના ટકોરે કરતા હતા, લેખો લખવાની અને ઘટના સ્થળે સમયસર પહોંચાડવાની ચીવટ તેઓ રાખતા હતા, સભાઓમાં નેતાઓ કે વક્તાઓ મોડા પડે તે તેઓ સહી લેતા નહોતા, લોકમત કેળવવા [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


માટે તથા રાજકીય હે તુઓ માટે લોકોને સંગઠિત કરવા માટે તેમણે પત્રકારત્વનો જ ેટલો ઉપયોગ કર્યો હતો, તેટલો ભાગ્યે બીજા નેતાઓએ કર્યો હશે. સામાજિક–રાજકીય પ્રવૃત્તિઓ માટે તેમણે અનેક સંગઠનો રચ્યાં હતાં, જ ે ભારતીય પરં પરા નહોતી. પ્રજાકીય કે રાજકીય હે તુઓ માટે ફાળો ઉઘરાવવાની કુ શળતા તેમના સમકાલીન નેતાઓની તુલનામાં તેમનામાં સહુથી વધારે હતી. ગાંધી એમની ઇચ્છા વિરુદ્ધ ‘મહાત્મા’ તરીકે જ ઓળખાયા પણ તેઓ ભારતીય પરં પરાના કોઈ સંત નહોતા, પણ વૈજ્ઞાનિક અભિગમથી જીવનના અને સમાજના પ્રશ્નોનો વિચાર કરનાર ચિંતક હતા, આચારપુરુષ હતા, એ હકીકત અધ્યાત્મની પરિભાષાનો છૂટથી ઉપયોગ કરવાના તેમના વલણને કારણે નજર બહાર થઈ છે. ‘સત્યના પ્રયોગો’ માટે લખેલી પ્રસ્તાવનામાં તેમણે પોતાનો વૈજ્ઞાનિક અભિગમ બહુ સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે : “આ પ્રયોગોને વિશે હં ુ કોઈ પણ પ્રકારની સંપૂર્ણતા આરોપતો જ નથી. વિજ્ઞાનશાસ્ત્રી જ ેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નિપજાવેલાં પરિણામોને તે છેવટનાં ગણાવતો નથી, અથવા તો એ એનાં સાચાં જ પરિણામ છે એ વિશે પણ સાશંક નહીં તો તટસ્થ રહે છે, તેવો જ મારા પ્રયોગોને વિશે મારો દાવો છે. ….તેમાંથી નીપજ ેલાં પરિણામ એ સહુને સારુ છેવટનાં જ છે. એ ખરાં છે અથવા તો એ જ ખરાં છે, એવો દાવો હં ુ કોઈ દિવસ કરવા ઇચ્છતો નથી.” વિજ્ઞાનના આધુનિક તત્ત્વજ્ઞાનથી પરિચિત લોકોને આ વાંચીને ગાંધીની વૈજ્ઞાનિકતા અંગે કશી શંકા ન રહે વી જોઈએ. અલબત્ત, એમના પ્રયોગોનું ક્ષેત્ર ભૌતિક વિશ્વ નથી પણ પોતાનું જ જીવન છે. તેમાં તેમનો અભિગમ નૈતિક છે. માનવજાત માટે તેમને જ ે નીતિમય લાગ્યું नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

ભારતમાં આયોજનના આરંભે આયોજનને અંતર્ગત વિજ્ઞાન અંગેની નીતિના ઘડતરમાં ચાવીરૂપ ભાગ ભજવનાર વૈજ્ઞાનિક મેઘનાદ સહાએ ગાંધીવિચારની કડક શબ્દોમાં ટીકા કરતાં કહ્યું હતું : “આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓને ત્યજી દઈને તથા ચરખા, લંગોટી અને બળદગાડા પર પાછા ફરીને વધુ સારા અને સુખી જીવન માટેની સ્થિતિ સર્જી શકાય એવું અમે વિચારી પણ શકતા નથી.”

તેનું તેમણે આચરણ કરી જોયું, કારણ કે તેઓ એમ માનતા હતા કે, “...જ ે એકને સારુ શક્ય છે તે બધાને સારુ શક્ય છે. તેથી મારા પ્રયોગો ખાનગી નથી થયા, નથી રહ્યા.” એમની આ વૈજ્ઞાનિકતાએ તેમને મહાભારત અને રામાયણ જ ેવા ગ્રંથોને આધુનિક વિચારકની દૃષ્ટિએ જોવા પ્રેર્યા હતા. તેમના ગીતા પરના પુસ્તક ‘અનાસક્તિયોગ’ની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છે  : “સન્ ૧૯૮૮-૮૯માં જ્યારે ગીતાનું પ્રથમ દર્શન થયું ત્યારે જ મને એમ લાગ્યું કે આ ઐતિહાસિક ગ્રંથ નથી પણ તેમાં ભૌતિક યુદ્ધના વર્ણનને નિમિત્તે પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર નિરં તર ચાલતા દ્વંદ્વયુદ્ધનું જ વર્ણન છે; માનુષી યોદ્ધાઓની રચના હૃદયગત યુદ્ધને રસિક બનાવવાને સારુ ઘડેલી કલ્પના છે. આ પ્રાથમિક સ્ફુરણા, ધર્મનો અને ગીતાનો વિશેષ વિચાર કર્યા પછી પાકી થઈ. મહાભારત ગ્રંથને હં ુ આધુનિક અર્થમાં ઇતિહાસ નથી ગણતો. તેનાં સબળ પ્રમાણ આદિપર્વમાં જ છે. પાત્રોની અમાનુષી અને અતિમાનુષી ઉત્પત્તિ વર્ણવી વ્યાસ ભગવાને રાજાપ્રજાના ઇતિહાસને ભૂંસી નાખ્યો છે. તેમાં વર્ણવેલાં પાત્રો મૂળે ઐતિહાસિક ભલે હોય, પણ મહાભારતમાં તો તેમનો ઉપયોગ વ્યાસ ભગવાને કેવળ ધર્મનું દર્શન કરાવવાને સારુ જ કરે લો છે.” 241


“ગીતાના કૃ ષ્ણ મૂર્તિમત ં શુદ્ધ સંપૂર્ણ જ્ઞાન છે પણ કાલ્પનિક છે. અહીં કૃ ષ્ણ નામે અવતારી પુરુષનો નિષેધ નથી. માત્ર સંપૂર્ણ કૃ ષ્ણ કાલ્પનિક છે, સંપૂર્ણાવતારનું પાછળથી થયેલું નિરૂપણ છે.” “અવતારી એટલે શરીરધારી પુરુષવિશેષ. જીવમાત્ર ઈશ્વરનો અવતાર છે, પણ લૌકિક ભાષામાં યુગમાં સૌથી શ્રેષ્ઠ ધર્મવાન છે તેને ભવિષ્યની પ્રથા અવતાર રૂપે પૂજ ે છે… જ ેનામાં ધર્મજાગૃતિ પોતાના યુગમાં સહુથી વધારે છે તે વિશેષાવતાર છે. એ વિચારશ્રેણીએ કૃ ષ્ણરૂપી સંપર્ણા ૂ વતાર આજ ે હિં દુ ધર્મમાં સામ્રાજ્ય ભોગવે છે.” આ શબ્દો ભારત કે અન્ય દેશોની ધાર્મિકસાંપ્રદાયિક પરં પરામાં જીવતા કોઈ વિચારકના નથી, પરં તુ વૈજ્ઞાનિકતાની આધુનિક વિચારરધારામાં વિચારતા માનવીના છે. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી અંગેના તેમના અભિગમને તપાસવાથી પણ તેમની આધુનિકતા જોઈ શકાય છે. એની ચર્ચા સંક્ષેપમાં કરીએ. ભારતમાં આયોજનના આરં ભે આયોજનને અંતર્ગત વિજ્ઞાન અંગેની નીતિના ઘડતરમાં ચાવીરૂપ ભાગ ભજવનાર વૈજ્ઞાનિક મેઘનાદ સહાએ ગાંધીવિચારની કડક શબ્દોમાં ટીકા કરતાં કહ્યું હતું : “આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓને ત્યજી દઈને તથા ચરખા, લંગોટી અને બળદગાડા પર પાછા ફરીને વધુ સારા અને સુખી જીવન માટેની સ્થિતિ સર્જી શકાય એવું અમે વિચારી પણ શકતા નથી.” આ વૈજ્ઞાનિકને ગાંધી ભારતને બારમી-ચૌદમી સદીમાં પાછુ ં લઈ જવા માગતા પુનઃપ્રવર્તનવાદી (Revivalist) લાગ્યા હતા. તેઓ વિજ્ઞાન અને તેના પર આધારિત આધુનિક ટૅકનૉલૉજીના વિરોધી છે એ વિશે એ વૈજ્ઞાનિકને કોઈ શક ન હતો. ગાંધી વિશેની આ વ્યાપક છાપનું બીજ 'હિં દ સ્વરાજ’માં પડેલું છે. ગાંધી શું ખરે ખર પુનઃપ્રવર્તનવાદી હતા? 242

ગાંધી એમની ઇચ્છા વિરુદ્ધ ‘મહાત્મા’ તરીકે જ ઓળખાયા પણ તેઓ ભારતીય પરંપરાના કોઈ સંત નહોતા, પણ વૈજ્ઞાનિક અભિગમથી જીવનના અને સમાજના પ્રશ્નોનો વિચાર કરનાર ચિંતક હતા, આચારપુરુષ હતા, એ હકીકત અધ્યાત્મની પરિભાષાનો છૂટથી ઉપયોગ કરવાના તેમના વલણને કારણે નજર બહાર થઈ છે

હકીકત સાવ જુ દી છે. ગાંધીજીના વૈજ્ઞાનિક અભિગમનું એક સારું ઉદાહરણ આયુર્વેદ અંગેના તેમના વિચારો પૂરું પાડે છે. આપણા વૈદો અને હકીમોની બાબતમાં તેમણે લખ્યું હતું : “લાંબા સમયના મારા અનુભવોના આધાર પર મારે દિલગીરી સાથે નોંધવું પડે છે કે આપણા વૈદો તથા હકીમોએ કોઈ શોધકવૃત્તિ દાખવી નથી. તેઓ શાસ્ત્રોને કશીયે શંકા કર્યા વિના અનુસર્યે જાય છે… પશ્ચિમના તબીબોએ જ ેવી અદભુત શોધો કરી છે તેવી કોઈ મહત્ત્વની શોધ આપણા આયુર્વેદાચાર્યોએ કરી નથી.” એમના વૈજ્ઞાનિક અભિગમને સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરતા શબ્દો નીચે નોંધ્યા છે : “પ્રત્યેક પ્રાચીન અને ઉમદા વસ્તુનો હં ુ ચાહક છુ ,ં પરં તુ તેના વિકૃત અનુકરણ પ્રત્યે મને સખત અણગમો છે. પૂરા આદર સાથે મારે એ કહે વું જોઈએ કે પ્રાચીન ગ્રંથોમાં જ ે વિષયની રજૂ આત કરવામાં આવી હોય તે વિષયમાં અંતિમ સત્ય એ ગ્રંથમાં ઉચ્ચારવામાં આવ્યું છે એવું હં ુ સ્વીકારતો નથી. પ્રાચીનોના એક શાણા વારસદાર તરીકે આપણને મળેલા વારસામાં ઉમેરો કરીને તેને સમૃદ્ધ બનાવવાની મારી આકાંક્ષા છે.” ઈ. સ. ૧૯૦૪માં વૈજ્ઞાનિક વિકાસ માટેના ઇંગ્લન્ડના એક મંડળના સભ્યો દક્ષિણ આફ્રિકા ગયા [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


હતા. વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના મંડળના પ્રયાસોની ગાંધીજીએ કદર કરી, પણ તે સાથે તેમણે મંડળની બેઠક ભારત જ ેવાં સંસ્થાનોમાં પણ યોજવાનું સૂચન કર્યું. તેમનો એવો મત હતો કે મંડળની બેઠક ભારતમાં યોજવાથી કેવળ ભારતને જ નહીં, મંડળને પણ લાભ થશે. વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાનું કાર્ય એકમાર્ગી ન બનવું, એટલે કે જ્ઞાન કેવળ નિષ્ણાતો પાસેથી લોકો પાસે જાય તેમ ન થવું જોઈએ. તેમાં લોકોને પણ સામેલ કરવા જોઈએ. ગાંધીજીના આ સૂચનમાં બે મુદ્દાઓ અભિપ્રેત છે : એક, વૈજ્ઞાનિકતા લોકોના રોજના જીવનનો ભાગ બનવી જોઈએ. બીજુ ,ં લોકોના પરં પરાગત આચરણ અને વ્યવહારમાં જ ે અવ્યક્ત (tacit) જ્ઞાન પડેલું છે તેને સૂત્રબદ્ધ કરીને વિકસાવવાનું છે. પ્રજાનું રોજબરોજનું જીવન પણ જ્ઞાનપ્રાપ્તિનો એક સ્તોત બની શકે. એ માર્ગે મેળવાયેલું જ્ઞાન લોકોના જીવનને વધુ સમૃદ્ધ બનાવવામાં વધુ ઉપયોગી નીવડે તે દેખીતું છે. આના સંદર્ભમાં ગાંધીજીના એક પગલાંની નોંધ લેવા જ ેવી છે. ગાંધીજીએ આપણા રોજના આહારની કેટલીક ચીજો, ખાંડ, ખાંડસરી, ગોળ, છડેલા ચોખા, પૉલિશ કરે લા ચોખા વગેરેના ગુણધર્મો અને પોષણમૂલ્ય વિશે જાણકારી મેળવવા માટે તબીબો અને રસાયણશાસ્ત્રીઓ પર એક પ્રશ્નાવલી મોકલી હતી. ગાંધીજીએ તેના સંદર્ભમાં લખ્યું હતું કે, ઘણી વ્યક્તિઓએ તેમને પ્રત્યુત્તર પાઠવ્યો, પણ એમ કહે વા માટે કે તેઓ તેમના પ્રશ્નોના ઉત્તર આપવા માટેનું જ્ઞાન ધરાવતા નથી. વૈજ્ઞાનિક જ્ઞાનને આપણા દેશના વિજ્ઞાનના વિદ્વાનો જીવન સાથે જોડતા ન હતા. ગાંધીજીનો આગ્રહ વિજ્ઞાનને લોકોના જીવન સાથે સાંકળવાનો હતો. ખાદ્ય ચીજોનું પોષણમૂલ્ય જાણવા માટેનું તેમનું પ્રયોજન સમજી શકાય તેવું છે. આ દેશના ગરીબો માત્ર પેટ ન ભરે પણ પૂરતું પોષણ नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

પણ મેળવી શકે એવા ગરીબોની પહોંચના આહારની શોધમાં તેઓ હતા. ભારત જ ેવા અત્યંત ગરીબ દેશમાં લોકકલ્યાણાર્થે વિજ્ઞાનનો ક્યાં કેવી રીતે ઉપયોગ થઈ શકે તેની ખોજમાં તેઓ હતા. વિજ્ઞાનનો ઉપયોગ કરીને પાંચ-સાત દસકા પછી આમઆદમીનું જીવન સુધરે ત્યાં સુધી તેઓ રાહ જોવા માગતા ન હતા. આધુનિક ઉદ્યોગો અને યંત્રો અંગેના ગાંધીના વિચારો વિશે મોટા પ્રમાણમાં ગેરમસજ થઈ છે. ગાંધીજી શું બળદગાડા અને ચરખાની પ્રાચીન ટૅકનૉલૉજીને વળગી રહે વા માગતા હતા? તેમને શું દેશના ઉદ્યોગીકરણનો વિરોધ હતો? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે ઉદ્યોગીકરણ અંગેની ગાંધીજીની દૃષ્ટિને સમજવી જરૂરી છે. ડેનિયલ હે મિલ્ટન પરના પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું કે, “ઉદ્યોગીકરણના આધુનિક અર્થમાં ભારતને ઉદ્યોગીકરણની જરૂર નથી.” પશ્ચિમમાં જ ે ઉદ્યોગીકરણ થયું તેમાં મૂડીપતિઓ અને મજૂ રો એવા બે વિભાગોમાં સમાજ વહેં ચાઈ ગયો હતો, કારણ કે યંત્રો વગેરે ઉત્પાદનનાં ભૌતિક સાધનો એટલાં મોટાં અને કીમતી બની ગયાં કે જ ેથી કામદારો તેના માલિક બનીને સ્વતંત્ર રીતે ઉત્પાદન ન કરી શકે. આ યંત્રોની માલિકી મૂડીપતિઓના નાના વર્ગ પાસે આવી ગઈ અને કામદારો રોજગારી માટે લાચારની સ્થિતિમાં આવી ગયા. ગાંધીજીની અહિં સક સમાજ કે સંસ્કૃતિની કલ્પનામાં શોષણને કોઈ સ્થાન નથી. ગરીબી કે બેકારી ભોગવતી વ્યક્તિની લાચારીનો સમાજના અન્ય લોકો લાભ ઉઠાવે તે ગાંધીવિચારધારા પ્રમાણે શોષણ અને હિં સા ગણાય. તેથી ગાંધીવિચાર પ્રમાણે ઉત્પાદનની વ્યવસ્થા વિકેન્દ્રિત રહે અને કામદાર જ પોતાનો માલિક બની રહે એવાં યંત્રો-ઓજારોનો જ ઉત્પાદનપ્રથામાં ઉપયોગ થવો જોઈએ. આ યંત્રો 243


ઓરડામાં જાનવરની જ ેમ જિંદગી ગુજારતો નહીં હોય. સ્ત્રી અને પુરુષ બંને સ્વતંત્રપણે જીવન જીવશે અને આખા જગતની સામે ટક્કર લેવાને તૈયાર હશે. ત્યાં નહી કૉલેરા હોય, નહીં મરકી હોય, નહીં શીતળા હોય, કોઈ આળસુ થઈને પડી રહી નહીં શકે, ન કોઈ એશઆરામમાં રહે શે. બધાને શરીરશ્રમ કરવો પડશે. કદાચ રે લવે હશે, ટપાલ પણ હશે.” તેમના છેલ્લા મહિનાઓમાં તેમણે રચનાત્મક કાર્યકરો આગળ એક વાત ઘૂંટી હતી : તેઓ તેમણે સ્થાપેલા વિવિધ સંઘો સંશોધનો અને પ્રયોગો માટેની શાળાઓ બને તેમ ઇચ્છે છે. તેમની આખીયે વાત નોંધવા જ ેવી છે : “મારી યોજનામાં ગ્રંથાલયો, પ્રયોગશાળાઓ અને સંશોધન-સંસ્થાઓ વધુ સંખ્યામાં અને વધુ સારાં હશે. તેમાં આપણી પાસે રસાયણશાસ્ત્રીઓ, ઇજનરો અને અન્ય નિષ્ણાતો મોટી સંખ્યામાં હશે. તેઓ સાચા અર્થમાં રાષ્ટ્રના સેવકો હશે. પોતાના અધિકારો અને જરૂરિયાતો માટે ક્રમશઃ સભાન બની રહે લા લોકોની વિવિધ અને વધતી જતી જરૂરિયાતો કેમ સંતોષવી તે તેઓ શોધશે. આ નિષ્ણાતો વિદેશી ભાષામાં તેમની વાત નહીં કરે પણ લોકોની ભાષામાં વાત કરશે. તેમણે મેળવેલું જ્ઞાન પ્રજાની સહિયારી મિલકત ગણાશે. આ સ્થિતિમાં જ સાચા અર્થમાં મૌલિક કામ થશે અને કેવળ નકલ નહિ થાય.” આ ચર્ચાથી ‘હિં દ સ્વરાજ’ના વાચનથી ઉદ્ભવતી ગાંધી વિશેની કેટલીક ગેરસમજો દૂર થશે તેવી આશા છે. એ પણ સ્પષ્ટ થશે કે તેમનો વિરોધ સમગ્ર આધુનિક સુધારા સામે ન હતો, તેના કેટલાંક વલણો, કેટલાંક પાસાંની સામે જ તેમનો આકરો વિરોધ હતો.

અને ઓજારો પ્રાચીન કે મધ્યકાલીન ટૅકનૉલૉજી પર આધારિત હોય એવો તેમનો કોઈ આગ્રહ ન હતો. ઊલટુ,ં તેઓ પ્રવર્તમાન વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ કરીને પરં પરાગત ઉદ્યોગોની ટૅકનૉલૉજીને સુધારવા માગતા હતા. આના સમર્થનમાં તેમનાં કેટલાંક પગલાં અને વિચારો નોંધી શકાય : ચરખાને સુધારી આપવા માટે તેમણે ૧૯૨૧માં રૂ. ૫,૦૦૦નું ઇનામ જાહે ર કર્યું હતું, જ ે રકમ વધારીને તેમણે ૧૯૨૯માં રૂપિયા એક લાખની કરી હતી. ગ્રામીણ ઉદ્યોગો માટે ૧૯૩૪માં તેમણે એક સંગઠનની રચના કરી હતી. તેનો ઉદ્દેશ ગ્રામોદ્યોગની કાર્યક્ષમતા વધારવાનો હતો. તેમણે કહ્યું હતું કે, “હં ુ જ ે ગ્રામચળવળ ચલાવવા ઇચ્છું છુ ં તેમાં ઉત્પાદનની ઝડપ અને કાર્યક્ષમતાનું મૂલ્ય હં ુ ઓછુ ં આંકતો નથી. આપણે આપી શકીએ એ બધી અને તેનાથીયે વધારે કાર્યક્ષમતાની આપણા ગ્રામીણ લોકોને જરૂર છે.” ચરખાની બાબતમાં તેમણે લખ્યું હતું : “રેં ટિયોનું વિજ્ઞાન ક્રમશઃ વધુ ને વધુ પ્રગતિશીલ થવાની ક્ષમતા ધરાવે છે. વખતોવખત જ ે સંશોધનો થયાં છે તેમાંથી એક મુદ્દો ફલિત થાય છે : આપણા પૈકીના ઉત્તમ માણસો જો તેમને વિકસાવવાનો પ્રયાસ કરે તો વધુ મહે નત કે સમય ખર્ચ્યા વિના, જ ેમના માટે રેં ટિયાની રચના કરવામાં આવી છે એવા લાખો માણસોની આવક લગભગ બમણી કરી શકાય.” તેમના આ છેલ્લા શબ્દો તેમના વિશેની એક વ્યાપક ગેરસમજને પણ દૂર કરનારા છે : ગાંધીએ ગરીબીને આદર્શ લેખી ન હતી, તેઓ ગ્રામીણ લોકોનું જીવનધોરણ સુધારવા માગતા જ હતા. પંડિત નહે રુ પરના તેમના પત્રમાં તેમણે તેમની કલ્પનાના ગ્રામીણ જીવનની ઝાંખી નીચેના શબ્દોમાં આપી હતી : “મારી કલ્પનાના ગામમા વસતો માણસ જડ નહીં હોય, શુદ્ધ ચૈતન્ય હશે. તે ગંદકીમાં, અંધારા

(હિં દ સ્વરાજ : અહિં સક સંસ્કૃ તિની ખોજમાંથી)

o

244

[ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


હિંદ સ્વરાજ વિશે ટૂંક નોંધ ત્રિદીપ સુહૃદ

હિં દ સ્વરાજ ને વાંચવું શી રીતે? મૂળપાઠ તરીકે? પૂવાવાલાપ તરીકે? કે પછી પ્રવાલદ્ીપ તરીકે? આમાં હિલડોનન િેસલ  માં ઝોલાં ખાતા, ૪૦ વરવાના, ‘ના રહે વાય તયારે ’ લખતા, જમણે-ડાબે બંને હાથે માંડણી કરતા, ઇંગલલૅનડથી દક્ષિણ આક્રિકા જઈ રહે લા ગાંધીભાઈને યાદ કરવા જ ેવા છે.

હિં દ સ્વરાજ મોિનદાસ કરમચંદ ગાંધી

સમીક્ષિત આ્વૃક્તિ :

સમીક્ષિત આ્વૃક્તિ : ક્રિદીપ સુહૃદ

ક્રિદીપ સુહૃદ

ગાંધીજીના ગ્ંથો પૈકી હિં દ સ્વરાજ એકમાત્ એવો ગ્ંથ છે જ ેનો પૂરો પાઠ હસતાષિરમાં ઉપલબધ છે. આથી આપણી પાસે હિં દ સ્વરાજ ના ત્ણ પાઠ આવે છે : હસતાષિર, ઇન્ડયન ઓપિપનયન ના ૧૧ અને ૧૮ કડસેમબર, ૧૯૦૯ના અંકોમાં ગાંધીજીની દેખરે ખતળે છપાયેલી પ્રથમ આવૃક્તિ અને ગાંધીજીએ ખુદ કરે લો અંગ્ેજી અનુવાદ. આ સમીક્ષિત આવૃક્તિમાં આ ત્ણેય પાઠને એકસાથે વાંચવાનો અને તેના આધારે પાઠક્નણવાય કરવાનો પ્રયાસ છે. પાઠ ક્વશેની કટપપણ બે પ્રકારની છે : હસતાષિર, પ્રથમ આવૃક્તિ અને અષિરદેહના ‘અક્ધકૃ ત’ પાઠ વચચેના ભેદ આંકતી કટપપણ છે. આ ઉપરાંત વયષ્કત, ગ્ંથ, ઘટના ક્વશેની નોંધ છે અને ગાંધીજીનાં અનય લખાણો સાથે પૂવાવાપરનો સંબંધ બાંધતી નોંધ પણ સામેલ છે.

૨ ઓગણીસમી સદીના અંતિમ દાયકાઓનું, આ ગોધૂલિ વેળાનું પાશ્ચાત્ય દર્શન હિં દ સ્વરાજના

મો. ક. ગાંધી

આ હિલડોનન િેસલ મુસાફરી બે કકનારા વચચેની ઘટના છે. ભૂગોળની દૃષ્ટિએ ઇંગલલૅનડના કકનારા અને દક્ષિણ આક્રિકાના કકનારા વચચેની મુસાફરી. બીજી રીતે, આધુક્નકતામાં સવસથ ડગ માંડી ચૂકેલા ઇંગલલૅનડ અને આ આધુક્નકતાની અક્નવાયવા નીપજ એવા સંસથાન વચચેની મુસાફરી. વળી, આ મુસાફર પણ એવો જ છે. દેશથી સાત દકરયાપાર. તે યાત્ી નથી— આધુક્નક ક્ગરમીકટયો છે. અવાવાચીનતાનાં આંધળુકકયાં કરી ચૂકયો છે. આધુક્નકતાની ડેલીએ હાથ દીધો છે … હવે નવી કદશાની ખોજમાં છે. … હિલડોનન િેસલ અને તેના મુસાફર બંનેની પ્રવાહી અવસથા, કદશા-કકનારાની ખોજ એ હિં દ સ્વરાજ ની પણ અવસથા છે.

ફરી વળી’ તેવા હિં દનો ચિતાર આપવો શક્ય હતો. આધુનિકતા પૂર્વેની ક્ષણ હિં દ સ્વરાજના કલેવરને ઘડે છે. આ ક્ષણ એવી છે કે હજી ઊમરો ઓળંગાયો નથી — એક પગ હવામાં છે અને બીજો આધુનિકતા પૂર્વેના સમાજમાં મજબૂતીથી રખાયેલો છે. આધુનિકતા પૂર્વેની ગોધૂલિવેળાનું દાર્શનિક મહત્ત્વ અગાધ છે હિં દ સ્વરાજના વાંચનમાં. આધુનિકતાનો સૂરજ સોળે કળાએ તપતો હોય તેવા સમયે હિં દ સ્વરાજ લખાયું હોત તો તેનું દર્શન જુ દું જ હોત. કારણ, આધુનિકતાથી ઘેરાયેલા, ઘડાયેલા, તેમાં ખૂંપેલા અને તેના નિજાનંદમાં ન રાચતા હોય તેવા સમાજની કલ્પના તે કેવળ કલ્પના હોત, વીતી ગયેલી ક્ષણો પ્રત્યેની મમતા હોત, તેનો લગાવમાત્ર હોત. હાથતાળી દઈને જ ે ચાલી ગયું તે પ્રત્યેનું આકર્ષણમાત્ર હોત. આધુનિકતા પૂર્વેનો સમાજ ને વ્યક્તિ તેમાં વાસ્તવિક, નક્કર, સબળ શક્યતા તરીકે સંભવી ન શકત. તે માત્ર પૂર્વાલાપ હોત.

હિં દ સ્વરાજ

૧ હિં દ સ્વરાજ ૧૯૦૯માં લખાયું. એટલે કે તે ૧૯૦૮માં નહીં, ભલે ને ગાંધીજીએ એકાધિક વાર ૧૯૦૮માં લખાયાનો ઉલ્લેખ કર્યો હોય. ૧૯૦૯ એટલે વીસમી સદીનો પહે લો દાયકો. ઓગણીસમી સદીમાં નહીં અને વીસમી સદીના અંતમાં પણ નહીં. (વીસમી સદીના અંતમાં ગાંધીજી સદેહે હયાત ન હતા, એ તો ક્યાંય ઊંડે ઊંડે જાણતો હોવાથી કદાચ એવું કહે વાનું કે હિં દ સ્વરાજના પુનઃ લેખનના આપણા પ્રયાસો દાર્શનિક દૃષ્ટિએ શક્ય નથી.) વીસમી સદીનો પહે લો દાયકો — આ દાયકામાં હજુ હિં દ સ્વરાજમાં રહે લા દર્શનની શક્યતા હતી. પરં પરા અને આધુનિકતા વચ્ચે કોઈક સબળ, અસમથળ — થોડી ઊબડખાબડ ભૂમિ હતી જ ે ન તો હતી રૂઢિ કે ન તો હતી આંધળુકિયાં કરતી આધુનિકતા. આ ભૂમિને બિન-આધુનિક ના કહે વાય. કારણ, તે આધુનિકતાના વિરોધ દ્વારા ઘડાયેલી ન હતી. આ તો આધુનિકતા પૂર્વેની ઘડી હતી. એક એવી ઘડી કે જ ેને આપણે જૂ ની ભાષામાં ગોધૂલિટાણું કે ઝાલરટાણું કહે તા હતા. (આધુનિકતાની રે લમાં ગોધૂલિ અને ઝાલર બંને તણાઈ ગયાં ને!) પૌરાણિક સમાજ અને આવનારી — આવી ગયેલી આધુનિકતા વચ્ચેની થોડીક ક્ષણોમાં જ હિં દ સ્વરાજ લખાઈ શકે. હિં દ સ્વરાજમાં ગાંધીજી આ ભૂમિનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. તેઓ કહે છે કે, “જ્યાં ચાંડાળ સુધારો નથી પહોંચ્યો ત્યાં તેવું જ હિં દુસ્તાન હજીય છે. તેને તમારા નવા ઢોંગની વાત કરશો તો હસી કાઢશે”. સુધારાનો આ કાદવ તો ૧૯૦૯માં હિં દ દેશના કિનારે જ લાગેલો હતો અને ‘રે લની રે લ નથી ક્ત્દીપ સુહૃદ

[‘પુરોવચન’ પરથી]

ISBN 978-81-7229-990-3

9 788172 299903

_ 150

नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

245


ગાંધીજીને સમજવા માટે અનિવાર્ય છે. થિયૉસૉફી, ે યન સોસાયટી, આના હે ન્રી સૉલ્ટની વેજિટરિ કિંગ્સફર્ડની એસોટેરિક ક્રિશ્ચિયાનિટી, થોરો અને ટૉલ્સ્ટૉયના હૃદયમાં વસતા વૈકુંઠના ભાવ વગરનું હિં દ સ્વરાજ જુ દું જ હોત. આ સર્વ દર્શન આવનારી આધુનિકતાનાં એંધાણ આપનારાં છે, તેના વિશે સમાજ અને વ્યક્તિને ચેતવણી આપનારાં છે. અને તમામમાં આધુનિકતા કદાચ ક્ષણિક છે અને આથી આધુનિક અને વીતી ગયેલા ભૂતકાળ વચ્ચે કોઈ વ્યવસ્થા સંભવી શકે તેવી આસ્થા છે. આમ છતાં, આવી રહે લી આધુનિકતાની તાકાત અને તેના સુંવાળા, લોભામણા આકર્ષણથી તો પરિચિત છે. ૩ જ ેમ આધુનિકતા પૂર્વેની ઘડી હિં દ સ્વરાજ માટે અનિવાર્ય છે તેટલી જ આવશ્યક આવનારી આધુનિકતા છે. આધુનિકતા વગર હિં દ સ્વરાજ કલ્પી જ ન શકાય. જો આધુનિકતા ન હોત તો તેને પડકાર શાનો? તેનો વિકલ્પ કેવો? વળી રે લવે, દાક્તર, વકીલ, વાંઝણી-વેશ્યા, સંસદ તમામ આધુનિક સંજ્ઞા છે. ટૅક્‌નોલૉજી, નવા પ્રકારનાં શરીર, નવા કરારબદ્ધ સમાજ અને સમતાના ખ્યાલથી પ્રેરિત રાજકારણ વડે આધુનિકતા ઘડાઈ રહી છે તેની સભાનતા ગાંધીજીમાં ભરપૂર છે. સંસ્થાનવાદનું અર્થકારણ એટલે નવી ખેતી, મજૂ રોની વિશ્વવ્યાપી હે રફે ર અને તેની વિકસી રહે લા ઉદ્યોગો માટેની અનિવાર્યતા. પણ સંસ્થાનવાદ કેવળ રાજકીય અને આર્થિક વ્યવસ્થા ન રહે તાં સાંસ્કૃતિક સંઘટ્ટની ઘટના તરફ ધપી રહ્યું છે તેની સબળ, સ્પષ્ટ સભાનતા આધુનિકતાના ઓળા હે ઠળ જ આવી શકે. આવો જ એક ખ્યાલ, ‘એક પ્રજા હોવું’. રાષ્ટ્રરાજ્ય વગર આવી ઝંખના થાય? અને આપણા અધિપતિ-વાચક અને તેમની વચ્ચેનું છાપું તે તો 246

નખશિખ આધુનિકતા. ૪ હિં દ સ્વરાજનું રાજકારણ અને સમાજકારણ બંને આધુનિકતાના ઓથાર હે ઠળ છે. રાજકારણમાં સંપ્રદાયના અર્થમાં ધર્મ હોય તે આધુનિક ઘટના છે. સંપ્રદાયની આસપાસ રાજકારણ ઘડવાનું વલણ વીસમી સદીનું છે — મધ્યકાલીન નથી. સંપ્રદાય વડે સમુદાય ઘડવો અને સાંપ્રદાયિક રાજકારણ કરવું તે બહુ ભિન્ન ઘટના છે. એવી જ રીતે રાજકારણમાં હિં સાને મળતી માન્યતા આધુનિક છે. હિં સાને રાજ્યવ્યવસ્થામાં ઉચિત, ઇચ્છિત, ન્યાયોચિત અને ઇષ્ટ ગણતા દર્શનની શરૂઆત આધુનિકતા સાથે થાય છે. આ અગાઉનું રાજકારણ હિં સક ન હતું તેમ નહીં, પણ હિં સાનું દર્શન, તેનો સિદ્ધાંત, કયા પ્રકારની હિં સા— કેટલી માત્રામાં અને કોની તરફ ઉચિત ગણાય તેનું શાસ્ત્ર આધુનિક છે. આધુનિક હિં સામાં હિં સા પોતે જ એનું ઔચિત્ય છે. આ દારૂગોળો એવો છે કે જ ેમાં કોઈ પણ વ્યક્તિ તેનો શિકાર બની શકે. જ્યારે વ્યક્તિવિશેષની હત્યા કરવામાં આવે ત્યારે પણ તે સંજ્ઞાના સ્વરૂપે થાય. આ હિં સામાં હિં સા આચરનાર અને જ ેનો ભોગ લેવાય તેમની વચ્ચે સ્પષ્ટ અંતર છે. આ અંતર દાર્શનિક દૃષ્ટિએ મહત્ત્વનું છે. આ અંતર હિં સક કૃ ત્યને અંગત રાગદ્વેષથી રહિતની નિર્ભેળ હિં સા બનાવે છે. હિં સાનો આ શુદ્ધ, નિર્ભેળ, સ્વયંસિદ્ધ પ્રકાર એ હિં દ સ્વરાજના લેખકને વ્યગ્ર કરતી આધુનિક હિં સા છે. ૫ પરં પરાગત સમાજ સાથે આધુનિકતા નાતો તોડે છે. આ વિચ્છેદ કેવળ તંતુવિચ્છેદ નથી કે તાર પકડીને પાછા તાણાવાણા વણી શકાય. આ વિચ્છેદ ઓળંગી ન શકાય તેવી ખાઈ સમાન છે. [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


આધુનિકતાનો પરં પરા સાથેનો વિચ્છેદ ટૅક્‌નૉલૉજી દ્વારા નથી થતો. તે નવી જ્ઞાનપ્રણાલી દ્વારા પણ નથી થતો. આધુનિક દર્શનના પાયામાં વ્યક્તિ છે — પ્રથમ પુરુષ એકવચનવાળી વ્યક્તિ. કુ ટુબ ં , સમાજ, અર્થવ્યવસ્થા અને રાજકારણ નવી વ્યક્તિ — સ્વાયત્ત, પોતાનામાં રાચતી, એકલીઅટૂ લી, પણ તેથી વિચલિત નહીં તેવી વ્યક્તિ — ની ચોમેર રચાય છે. વ્યક્તિને કેન્દ્રસ્થાને મૂકતા દર્શનનું નામ આધુનિકતા. ૬ આ નવી વ્યક્તિ માણસને પિછાણવાના, તેનું મૂલ્યાંકન કરવાના અને તુલના કરવાનાં પરિમાણ અને પરિવેશ બંને બદલે છે. આ વ્યક્તિનો પુરુષાર્થ અને ખોજ બંને વ્યક્તિગત છે. કેવળ સ્વાર્થ નહીં પણ સ્વ-અર્થે છે. આધુનિકતાનું આ લક્ષણ ફરીવાર યાદ કરીએ. “આ સુધારાની ખરી ઓળખ તો એ છે કે માણસો બહિર્‌ની શોધોમાં અને શરીરસુખમાં સાર્થક્ય અને પુરુષાર્થ માને છે.” બહિર્‌ની શોધમાં અર્થ અને તે જ પુરુષાર્થ માણસ હોવાપણાના ખ્યાલને પ્રથમ વાર જ ે માણસથી ઇતર છે, માણસ હોવાપણાથી બહાર છે, તેમાં મૂકે છે. આ ભૂમિ પરલોકી નથી, ઇહલોકી છે. અહીં ‘બહિર્‌ની શોધ’ વિશે વિચાર કરવો જરૂરી છે. આમાં ‘આંતરશોધ’નો અભાવ ગર્ભિત છે. બહિર્‌ની શોધ અને આંતરશોધ વચ્ચેનો દાર્શનિક ભેદ ઘણો વિશાળ છે. બહિર્‌ની શોધમાં માણસનું હોવાપણું પદાર્થ દ્વારા — તે ભલે માણસે બનાવ્યો હોય — પ્રસ્થાપિત થાય છે. આ આધુનિકતા પૌરાણિક અને મધ્યકાલીન દર્શનથી તદ્દન ભિન્ન અને પુરાણ સાથે કોઈ સંબંધ ન ધરાવતી વ્યવસ્થા ઘડે છે. સારપ, નીતિ અને ધર્મ — આ તમામ ખ્યાલો માનવકેન્દ્રી છે. માણસજાતમાં તેનાં મૂળ છે. પણ જ્યારે માનવ હોવાપણાનો ખ્યાલ, માનવજીવનને

नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

અર્થ આપતી તમામ વ્યવસ્થા અને સંજ્ઞાઓ માણસની બહાર લઈ જવાય ત્યારે નવાં, અભૂતપૂર્વ દર્શનની રચના થાય. માણસ હોવાપણાનું સાર્થક્ય બહાર હોય તો પુરુષાર્થની રીતિ-ગતિ અને મતિ પણ બાહ્યલક્ષી હોય. હિં દ સ્વરાજ આ વિચારથી વિહ્વળ છે, તેનાથી ગ્રસ્ત છે—કારણ માણસ હોવાપણાનો ખ્યાલ જ બદલાય તો નીતિ અને ધર્મને આ વ્યવસ્થામાં કોઈ પણ સ્થાન ન હોય, છેવાડાનું પણ નહીં. હિં દ સ્વરાજ ઊભરી રહે લી નવી વ્યક્તિ સામે બળવો   છ.ે ૭ આ નવી વ્યક્તિને આત્મજ્ઞાન ન સંભવે. તેની દૃષ્ટિ, ગતિ તેનું ચલન-વલન બહાર હોવાથી આંતરદૃષ્ટિ કરી જાતને પિછાણવાની શક્યતા હણાય. જાતને પિછાણવી એટલે માનવ અને દૈવી શક્તિ વચ્ચેનું અંતર પિછાણવું. આ અંતર માનવ હોવાની મર્યાદાનું ભાન છે. માણસ હોવું એટલે સારા-નરસાનો ભેદ પિછાણવાની શક્તિ કેળવવી અને તે પ્રમાણે આચરણની શક્યતા વિકસાવવી. આ સાથે અન્ય તમામ વ્યક્તિ માણસ હોવાને લીધે સારાને, સત્યને, નીતિને જાણી તે પ્રમાણે વર્તન રાખવાની શક્યતા ધરાવે છે તેનો પણ સ્વીકાર કરવો. બહિર્‌ની ખોજમાં સારા-નરસા, સત્ય-અસત્ય, નીતિ-અનીતિના સવાલોને દાર્શનિક ધરાતલ નથી રહે તું. જાતને ન ઓળખાય તો તે સુધારો ન કહે વાય; કારણ, “સુધારો એ વર્તન છે કે જ ેથી માણસ પોતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણાં મનને તથા આપણી ઇંદ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ. આ જ ‘સુ’ એટલે સારો ધારો છે. તેથી જ ે વિરુદ્ધ તે 247


કુ ધારો    છ”ે . ગાંધીજીનો આધુનિકતાનો વિરોધ કેવળ વકીલ, દાક્તર, રે લ કે સંચાને કારણે નથી. તેમનો બળવો દાર્શનિક છે. આધુનિકતા તેમના મતે જાતને ઓળખવાની આખીય શક્યતાને ભૂંસી નાખે છે. જાતને પિછાણ્યા વગર મોક્ષ — ઈશ્વર જોવાપામવાની ઇચ્છા અને શક્યતા — તેમજ સ્વરાજ શક્ય નથી. “આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ તે જ સ્વરાજ છે.” જાતની ઉપર રાજ કરવા માટે મન-ઇંદ્રિયોને કાબૂમાં રાખવાં પડે. આ જ બ્રહ્મચર્ય. સત્યની, બ્રહ્મની નજીક લઈ જાય તેવી ચર્યા તે બ્રહ્મચર્ય. આવી બ્રહ્મચર્યા દ્વારા જાતને ઓળખાય. જ ે જાતને ઓળખે તે સ્વરાજ પામે અને તે જ મોક્ષાર્થી. મોક્ષ અને સ્વરાજનો છેદ ઉડાડતી વ્યવસ્થા કળિયુગ બને કે શયતાની રાજ્ય બને. શેતાન હોવાપણું એટલે જાત અને ઈશ્વર બંનેને નકારવાં. એક વાર નહીં પણ ઈસુના વચન પ્રમાણે પોહ ફાટે અને કૂ કડો બોલે તે પહે લાં ત્રણ વાર! ૮ પણ બ્રહ્મચર્ય, મોક્ષ-ઇચ્છા અને સ્વરાજપ્રાપ્તિ સર્વપ્રથમ વ્યક્તિગત છે અને ત્યાર બાદ સમષ્ટિનાં. જો આ વિચારને આપણે થોડુ ં પણ વજૂ દ આપીએ તો ગાંધીજીના બળવામાં આધુનિકતાનો સાવ, મૂળસોતો છેદ નથી—કારણ કે સ્વાયત્ત વ્યક્તિમત્તા તો આધુનિકતાની દેણ છે. આપણે ગાંધીજીની અને હિં દ સ્વરાજની આધુનિકતા પિછાણવી રહી. ગાંધીજીનો માણસ વ્યક્તિવાદી નથી બનતો, કારણ કે તેનામાં ફરજપાલન અને નીતિપરાયણતા છે. નીતિ અને ફરજ બંને સામાજિકતા સૂચવે છે. નીતિ જ ેટલી અંગત છે તેટલી જ અન્ય સાથેના વ્યવહાર દ્વારા ઘડાય છે. સમાજથી બહાર રહે તા એકલા — એકાકી માણસની કલ્પના કરીએ તો તેને 248

નીતિ અને ફરજ આવશ્યક નથી — તેને માત્ર ‘સ્વભાવ’ દોરે છે. આ જ રીતે સંપૂર્ણ, નખશિખ આધુનિક વ્યક્તિ કલ્પીએ—તેનો અર્થ અને પુરુષાર્થ બહિર્‌‌નો છે; આવી વ્યક્તિને નીતિપરાયણતા કે ફરજપાલનની આવશ્યકતા નથી—કદાચ તેની શક્યતા પણ નથી તેવું ગાંધીજી કહે છે. આમ ગાંધીજી સામાજિક માણસ ઇચ્છે છે—વ્યક્તિ અને સમષ્ટિ સાથે બાથ ભીડતો. ૯ ગાંધીજીની બ્રહ્મચારી, મોક્ષાર્થી, જાતને પિછાણીને સ્વરાજ ઝંખતી વ્યક્તિને સમષ્ટિ સાથે, તેના સ્વધર્મને યુગધર્મ સાથે સાંકળતી કડી છે સત્યાગ્રહ અને સત્યાગ્રહી. સત્યાગ્રહની ચર્ચા તો હિં દ સ્વરાજમાં છે. સાધન અને સાધ્યના અવિભાજ્ય સંબંધ અને બંનેની શુદ્ધતાની અનિવાર્યતા પણ છે. પણ હિં દ સ્વરાજ સાધન અને સાધ્યને સાંકળતા સાધક વિશે ઘણા ભાગે અધ્યાહાર રાખે છે. આ સાધક વિના નથી સત્યાગ્રહ શક્ય કે નથી શક્ય સ્વરાજ. સાધકની શુદ્ધિ એટલે સાધન વાપરનારની શુદ્ધિ. સાધ્ય નૈતિક હોય, સાધન શુદ્ધ હોય પણ તેનો ઉપયોગ કરનારી વ્યક્તિ નૈતિક અને શુદ્ધ ન હોય તો પરિણામ ઇચ્છનીય કે ઇચ્છિત ન હોઈ શકે. સાધકની સાધના જ સાધનની પસંદગીમાં નિર્ણાયક બને છે. શુદ્ધ સાધન અને ઉચ્ચ સાધ્ય મેળવવા માટે સાધક અધિકારી હોવો જોઈએ. ગાંધીજીનાં એકાદશવ્રત સાધકની શુદ્ધિ માટેનાં, તેની સાધના માટેનાં છે. આશ્રમ આ સાધકની તાવણી માટે છે. હિં દ સ્વરાજમાં જ ે અધ્યાત્મદર્શન છે, જાતને ઓળખવાની ઝંખના છે તે આ સાધનશુદ્ધિ અને સાધકની સાધનામાં છતાં થાય છે. સાધકની સાધના તેને આત્માને પારખવામાં, તેના અવાજ—આદેશને ઝીલવામાં સક્ષમ કરે છે. સત્યાગ્રહ સાધકની સાધના વિના અસંભવ છે. [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


૧૦ આમ હિં દ સ્વરાજનું કલેવર આધુનિકતાના ઓથારમાં ઘડાય છે. સંચો, રે લ, દાક્તર, વકીલ, હિં સા, બહિર્‌‌ની શોધમાં અર્થ અને તેનો પુરુષાર્થ, આ બધાંનું શયતાની રાજ્ય આધુનિક છે. પણ આ કારણે ગાંધીજીનો માણસ, તેનું બ્રહ્મચર્ય, તેની મોક્ષઇચ્છા, જાતને પિછાણવાની મહે ચ્છા અને તેથી મળતું સ્વરાજ નિર્ભેળપણે આધુનિકતા પૂર્વેનાં છે તેવું સ્વસ્થ ચિત્તે કહી શકાય? ૧૧ હિં દ સ્વરાજને આપણે કઈ રીતે વાંચીએ છીએ તેના ઉપર આ પ્રશ્નનો જવાબ છે. (ક) જો આપણે કેવળ સંચા, દાક્તર, વકીલ અને રે લ ઉપર ધ્યાન આપીએ તો હિં દ સ્વરાજ આધુનિકતા સામેનો પડકાર જણાય. આ પડકારને બે રીતે જોઈ શકાય. જો આપણે આધુનિકતાથી વિચલિત હોઈએ તો આ પડકાર આધુનિકતા સાથેની આપણી મથામણમાં સહાય કરે છે. પણ આપણી પાસે આધુનિકતા બહાર પગ મૂકવાની શક્યતા નહિવત્ હોવાથી આ સહાય મૂળતઃ બૌદ્ધિક કે આધ્યાત્મિક હોય. આપણે સ્વીકારવું રહ્યું કે આધુનિકતામાં આપણને થતી વ્યક્તિગત કે સામૂહિક ગૂંગળામણ છતાં, આધુનિકતા પૂર્વેની વ્યવસ્થા—ગાંધીજી અને હિં દ સ્વરાજની ગોધૂલિવેળા—આપણામાંથી મોટા ભાગનાને નક્કર વાસ્તવિકતા તરીકે ઉપલબ્ધ નથી. પણ આપણને હિં દ સ્વરાજ આંતરખોજનું ઔચિત્ય સમજાવશે, જાતને ઓળખી, સત્યની નજીક જઈ, મન-ઇંદ્રિયો પર કાબૂ મેળવી સ્વરાજ કે મોક્ષની ઝંખના જાળવી રાખશે. હિં દ સ્વરાજ આધુનિકતા વચ્ચે પણ મોક્ષની મહે ચ્છા પ્રજ્વલિત રાખશે. પણ આ વ્યક્તિ માટે — કદાચ સમષ્ટિ માટે નહીં!

नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

પણ જો આપણે આધુનિકતાના હિમાયતી હોઈએ, પરં પરામાં બંધાયેલા પણ આધુનિકતામાં મુક્ત શ્વાસ લેતા હોઈએ તો હિં દ સ્વરાજ અને તેના ગાંધીજી બંને બિન-આધુનિક બને. બિનઆધુનિકને કોઈક રૂઢિવાદી કે પૌરાણિક કહે  — નહીંતર સાંપ્રત તો ન જ ગણે. સાવરકરથી માંડીને નેહરુએ હિં દ સ્વરાજ આ રીતે વાંચ્યું. આવી રીતે જો હિં દ સ્વરાજ વાંચીએ તો પછી આચારવિચારની ખાઈ પકડીને, કોથળામાં પાંચશેરી મૂકી ગાંધીજી પર ઝીંકાય — રેલવેમાં ફ્રિક્વન્ટ ફ્લાયર માઇલ્સ હોત તો સાત જન્મારાની મફત મુસાફરી મળી હોત તેટલી મુસાફરી કરીને રે લવેને ગાળો ભાંડી, વકીલાત ન ચાલી/આવડી એટલે વકીલને ભૂંડા કીધા, છાશવારે દાક્તરો પાસે ગયા પણ ઇસ્પિતાલોને પાપની ઉદ્યોગશાળા કહી વગેરે વગેરે. આધુનિકતાના માળખામાં રહીને હિં દ સ્વરાજ પર આવતા પ્રત્યુત્તરો કંઈક આવા જ હોય. (ખ) હિં દ સ્વરાજ ને તેના પરિવેશથી અળગું રાખીને વાંચવું પણ શક્ય છે. આપણને આપણો પરિવેશ સમજાય તેથી હિં દ સ્વરાજને આપણા સમયમાં લઈ આવીએ. આધુનિકતાનાં વળતાં પાણી અને પાશ્ચાત્ય અનુઆધુનિકતાવાળા યુગમાં ગાંધીજીને લાવીએ તો પર્યાવરણ, ઉપભોક્તાવાદ, ક્ષીણ થતી લોકશાહી અને સાંસ્કૃતિક આંતરવિગ્રહના જવાબ હિં દ સ્વરાજ માં શોધીએ અને ‘પોસ્ટ-મૉડર્ન ગાંધી’ મથાળાવાળાં લેખો-પુસ્તકો વાંચીએ-લખીએ. આમાં ભૂલી જઈએ કે આધુનિકતા પૂર્વેના જ ે દર્શનની માંડણી ગાંધીજી કરે છે તેમાં અને અનુઆધુનિકતાના ‘દર્શન’રહિતના જ્ઞાનમાં બહુ મોટુ ં અંતર છે. એક સદીથી વધારે ની આધુનિકતાનું, બીજા વિશ્વયુદ્ધનું—ન્યુરે મ્બર્ગની અદાલતોનું, સંચારમાધ્યમોની ‘વાસ્તવિકતા’નું અને તેમની 249


વૈશ્વિકતાનું—પણ સૌથી મોટુ ં અંતર તો પેલા અર્થ, પુરુષાર્થ, જાતને ઓળખવાની રીત અને આ ઓળખની ભાષામાં છે. ૧૨ તો પછી હિં દ સ્વરાજને વાંચવું શી રીતે? મૂળ પાઠ તરીકે? પૂર્વાલાપ તરીકે? કે પછી પ્રવાલદ્વીપ તરીકે? આમાં કિલડોનન કેસલ માં ઝોલાં ખાતા, ૪૦ વર્ષના, ‘ન રહે વાય ત્યારે ’ લખતા, જમણે-ડાબે બંને હાથે માંડણી કરતા, ઇંગ્લૅન્ડથી દક્ષિણ આફ્રિકા જઈ રહે લા ગાંધીભાઈને યાદ કરવા જ ેવા છે. કિલડોનન કેસલની આ મુસાફરી બે કિનારા વચ્ચેની ઘટના છે. ભૂગોળની દૃષ્ટિએ ઇંગ્લૅન્ડના કિનારા અને દક્ષિણ આફ્રિકાના કિનારા વચ્ચેની મુસાફરી. બીજી રીતે, આધુનિકતામાં સ્વસ્થ ડગ માંડી ચૂકેલા ઇંગ્લૅન્ડ અને આ આધુનિકતાની અનિવાર્ય નીપજ એવા સંસ્થાન વચ્ચેની મુસાફરી. વળી, આ મુસાફર પણ એવો જ છે. દેશથી સાત દરિયાપાર. તે યાત્રી નથી—આધુનિક ગિરમીટિયો છે. આધુનિકતાનાં આંધળુકિયાં કરી ચૂક્યો છે. આધુનિકતાની ડેલીએ હાથ દીધો છે તેટલું જ નહીં પણ તેના મહાલય ‘ટેમ્પલ ઇન્સ’નો વિદ્યાર્થી છે. હવે નવી દિશાની ખોજમાં છે. નવી દિશાનો

આભાસ છે પણ પથ ઊજળ્યો નથી. કિલડોનન કેસલ અને તેના મુસાફર બંનેની પ્રવાહી અવસ્થા અર્થાત્ દિશા-કિનારાની ખોજ એ હિં દ સ્વરાજની પણ અવસ્થા છે. હિં દ સ્વરાજ આ પ્રવાહી, ગોધૂલિવેળાનું દર્શન  છ.ે તો શું એ ક્ષણભંગુર છે? કારણ કે, પ્રવાહી અવસ્થા તો ડામાડોળ અસ્વસ્થતાની નિશાની છે અને સમી સાંજ આવતાં ગોધૂલિ પણ શમી જાય. હિં દ સ્વરાજ શમી જઈ રહે લી, સંકોચાઈ રહે લી શક્યતાઓનું દર્શન છે. તેની પ્રવાહિતા આપણને મૂંઝવે છે અને આથી વારં વાર બાથ ભીડવા પ્રેરે છે. આપણે તો હિં દ સ્વરાજની હાલકડોલક, ક્યારે ક અણઘડ, અસ્ત તરફ જતી ગતિને માણવાની છે, તેનો ઉત્સવ કરવાનો છે. હિં દ સ્વરાજને આધુનિકતા પૂર્વેના કાળનું દર્શન આપતા, આધુનિકતાના ઓળામાં લખાયેલા, આધુનિકતા સંપૂર્ણપણે છવાઈ જાય તે પહે લાં તેનાં એંધાણ આપતા ગ્રંથોમાંના સૌથી મહત્ત્વના દર્શન તરીકે વાંચવો રહ્યો. (હિં દ સ્વરાજ  : સમિક્ષિત આવૃત્તિમાંથી)

નવજીવનના સેવકોનેoજન્મદિનની શુભેચ્છા ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૨૦ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી

250

અર્જુનભાઈ ગ. આયડે, બાઇન્ડિગ વિભાગ, શબ્બીરહુસેન ઉ. અજમેરી, બાઇન્ડિગ વિભાગ, કેતનભાઈ ક. રાવલ, એકાઉન્ટ વિભાગ, ઉમેશભાઈ શિ. રાણા, બાઇન્ડિગ વિભાગ, યજ્ઞેશભાઈ જ. ત્રિવેદી, પ્રકાશન વિભાગ, બિભાષભાઈ કૃ . રામટેકજી, ઑફસેટ વિભાગ,

• જ. તા. ૧૬-૦૮-૧૯૬૩ • ૧૦-૦૮-’૬૦ • ૨૫-૦૮-’૮૧ • ૦૯-૦૯-’૬૩ • ૧૧-૦૯-’૬૪ • ૨૬-૦૯-’૫૯

[ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


હિં દ સ્વરાજનો કર્ણવેધી શબ્દ મો. ક. ગાંધીએ હિં સક સાધનોમાં વિશ્વાસ ધરાવતા

કેટલાક હિં દીઓ સાથે વિલાયતમાં જ ે ચર્ચાઓ કરી તે પરથી મૂળ ગુજરાતી ભાષામાં આ પુસ્તક લખ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન ઓપીનિયન સાપ્તાહિકમાં એ લેખમાળા સ્વરૂપે પણ પ્રગટ થયું હતું. વાચકવર્ગને એ લખાણ એટલું બધું ગમ્યું કે પછી તો તે પુસ્તકાકારે પ્રસિદ્ધિ પામ્યું. વીસ પ્રકરણ ધરાવતા આ પુસ્તક તરફ હિં દુસ્તાનમાં પણ લોકોનું ધ્યાન ખેંચાયું એટલે મુંબઈ સરકારે એના પ્રચારની મનાઈ ફરમાવીને તેને જપ્ત કર્યું. મુંબઈ સરકારના હુકમના જવાબરૂપે ગાંધીજીએ મિસ્ટર કૅ લનબૅક માટે એ પુસ્તકનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કરીને તેનું પ્રકાશન કર્યું હતું. હિં દી જનતાને જગાડી દેનાર અને અંગ્રેજ શાસકોની ઊંઘ ઉડાડી દેનાર આ પુસ્તકમાં ‘આધુનિક સુધારા’ની સખત ઝાટકણી કાઢવામાં આવી છે. જાન્યુઆરી, ઈ. સ. ૧૯૨૧ના યંગ ઇન્ડિયા માં મો. ક. ગાંધી હિં દ સ્વરાજ વિશે લખે છે, “તે દ્વેષધર્મની જગ્યાએ પ્રેમધર્મ શીખવે છે; હિં સાને સ્થાને આપભોગને મૂકે છે; પશુબળની સામે ટક્કર ઝીલવા આત્મબળને ખડુ ં કરે છે. . . એમાંથી મેં ફક્ત એક જ શબ્દ ને તે એક મહિલા મિત્રની ઇચ્છાને માન આપીને રદ કરે લો છે; તે સિવાય કશો ફે રફાર કર્યો નથી.” શાંતિ અને અહિં સાના કાર્યની સેવા કરવા કાજ ે આર્યન પાથ નામના અંગ્રેજી માસિકના તંત્રીઓએ પણ સપ્ટેમ્બર, ૧૯૩૮માં હિં દ સ્વરાજ પર વિશેષ અંક પ્રસિદ્ધ કર્યો હતો. એ વર્ષે પણ ગાંધીજીને, આ પુસ્તકમાં કેટલીક જગ્યાએ ભાષા બદલવા સિવાય કશો ફે રફાર કરવા જ ેવો લાગ્યો નહતો. એટલે આ

नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

અશ્વિનકુ માર પુસ્તક કોઈ જ કાપકૂ પ વગર મૂળ જ ેવું હતું તેવું જ, પુનઃપ્રકાશિત કરવામાં આવ્યું હતું. વિશાળ વાચકવર્ગને વિશદ વિચારવર્ગમાં ફે રવી દેનાર મો. ક. ગાંધી આ પુસ્તકમાં કોઈ એક જ શબ્દ પૂરતો ફે રફાર કરવા તૈયાર થાય તો એ શબ્દ કયો?! આ શબ્દ ઘણો જાણીતો છે પણ એ શબ્દના પ્રયોગ પાછળના સંદર્ભને જાણવા માટે આપણે હિં દ સ્વરાજના પાંચમા પ્રકરણ તરફ પ્રયાણ કરવું જ રહ્યું. ‘ઇંગ્લંડની સ્થિતિ’ શીર્ષક હે ઠળ લખાયેલા આ પ્રકરણમાં વાચક કહે છે, “ત્યારે તમારા કહે વા ઉપરથી હં ુ એ અનુમાન કરું છુ ં કે ઇંગ્લંડ જ ેવું રાજ્ય ભોગવે છે તે બરોબર નથી ને આપણને તે ન ઘટે.” આના જવાબમાં અધિપતિ કહે છે : આ અનુમાન તમે બરોબર કર્યું છે. ઇંગ્લંડમાં જ ે સ્થિતિ હાલ છે તે ખરે ખર દયામણી છે, અને હં ુ તો ઈશ્વરની પાસે માગું છુ ં કે તેવી સ્થિતિ હિં દુસ્તાનની કદી ન થજો. જ ેને તમે પાર્લમેન્ટની માતા કહો છો તે પાર્લમેન્ટ તો વાંઝણી છે અને વેશ્યા છે. આ બન્ને શબ્દો આકરા છે, છતાં બરોબર લાગુ પડે છે. મેં વાંઝણી કહી, કેમ કે હજુ સુધી પાર્લમેન્ટે પોતાની મેળે એક પણ સારું કામ કર્યું નથી. જો તેની ઉપર જોર કરનાર કોઈ ન હોય તો તે કંઈ જ ન કરે એવી તેની સ્થિતિ સ્વાભાવિક રીતે છે. અને તે વેશ્યા છે, કેમ કે તેને જ ે પ્રધાનમંડળ રાખે તે પ્રધાનમંડળની પાસે તે રહે છે. આજ ે તેનો ધણી એસ્કવીથ, તો કાલે બાલફર, અને પરમ દિવસે ત્રીજો. આટલું સાંભળ્યા પછી વાચકને એવું લાગે છે કે અધિપતિ આ વધુ વ્યંગમાં બોલ્યા છે. એટલે તે 251


અંગે એ સ્ત્રીએ નાપસંદગી વ્યક્ત કરી હતી. આથી ઈ. સ. ૧૯૨૧માં હિં દ સ્વરાજના અંગ્રેજી ભાષામાં થયેલા અનુવાદની પ્રસ્તાવના લખતી વખતે ગાંધીજીએ એમાં એ એકમાત્ર ગ્રામ્ય શબ્દ સુધારી લેવાની તક લેતાં નોંધ્યું હતું : આ વખતે આ પુસ્તક એમ ને એમ પ્રકાશિત કરવું આવશ્યક સમજુ ં છુ ં પણ જો આમાં મારે કંઈ પણ સુધારવા જ ેવું હોય તો એક શબ્દ હં ુ સુધારવા ઇચ્છું છુ .ં એક અંગ્જ રે મહિલા મિત્રને તે બદલવાનું મેં વચન આપ્યું છે. મેં પાર્લમેન્ટને વેશ્યા કહી છે. તે એ બહે નને નાપસંદ છે. તેમનું કોમળ દિલ આ શબ્દના ગ્રામ્ય ભાવથી દુખાયું હતુ.ં અહીં એ યાદ રાખી લેવું પડે, કે હિં દ સ્વરાજ જ ેવું પાયાનું પુસ્તક વીસમી સદીના પહે લા દાયકામાં લખાયું હતું. આપણા સૌના રાષ્ટ્રપિતા તરીકે હૃદયસ્થ થયેલા ગાંધીજીએ પોતાની માતૃભાષા ગુજરાતીમાં આ પુસ્તક લખ્યું છે. તેમણે પોતાની વાતને અસરકારકપણે કહે વા માટે ‘વેશ્યા’ જ ેવો શબ્દપ્રયોગ કર્યો. પણ એક અંગ્રેજ મહિલાની લાગણી દુભાઈ એટલે ગાંધીએ ‘વેશ્યા’ શબ્દ સુધારવાની તૈયારી સુધ્ધાં બતાવી હતી. જ્યારે આપણે તો એકવીસમી સદીમાં પણ ‘વેશ્યા’ શબ્દને ગમે તે સંદર્ભમાં વાપરીએ અને સમજીએ છીએ. ચર્ચા કરવાની વાત તો બાજુ એ રહી, આજ ે પણ લોકો ‘વેશ્યા’ શબ્દથી નાકનું ટેરવું ચડાવતા, આંખની પાંપણ ઢાળી દેતા કે કાનનો પડદો પાડી દેતા માલૂમ પડે છે! આથી ‘વેશ્યા’ શબ્દ અને તેની સચ્ચાઈ, આ શબ્દ અંગેની સૂગ અને સૂઝ, ‘વેશ્યા’ શબ્દનો અર્થ અને ખાસ તો તેના અનર્થ વિશે આપણે થોડા સંવેદનશીલ અને વધારે સમજદાર થવાની જરૂર છે!

અહીં ‘વાંઝણી’ શબ્દનો અર્થ સમજાવવાનું કહે છે. અધિપતિ દાખલા-દલીલ સાથે એને સમજાવે છે. ત્યાર બાદ વાચક વિચારમાં પડી જાય છે. તે અધિપતિને કહે છે કે, તેમણે તેના મનમાં તદ્દન જુ દા વિચાર પેદા કર્યા હોવાથી તેને પચાવવા જરૂરી છે. આથી હવે વાચક અધિપતિને ‘વેશ્યા’ શબ્દનું વિવેચન કરવા કહે છે. એના પ્રત્યુત્તરમાં અધિપતિ કહે છે : તમારાથી મારા વિચાર એકદમ ન મનાય એ વાત બરોબર છે. તે વિશે તમારે જ ે વાંચવું ઘટે છે તે વાંચશો તો તમને કંઈક ખ્યાલ આવશે. પાર્લમેન્ટને વેશ્યાનું નામ આપ્યું છે એ પણ બરોબર છે. તેને કોઈ ધણી નથી. તેનો ધણી એક હોઈ ન શકે. પણ મારો કહે વાનો ભાવાર્થ એટલો જ નથી. જ્યારે તેનો ધણી કોઈ બને છે—જ ેમ કે મુખ્ય પ્રધાન—ત્યારે પણ તેની ચાલ એકસરખી નથી રહે તી. જ ેવા બેહાલ વેશ્યાના હોય છે તેવા જ પાર્લમેન્ટના સદાય રહે છે. મુખ્ય પ્રધાનને પાર્લમેન્ટના સદાય રહે છે. મુખ્ય પ્રધાનને પાર્લમેન્ટની દાઝ થોડી જ રહે છે. તે તેની સત્તાના તોરમાં ગુલતાન રહે છે. તેનો પક્ષ કેમ જીતે એ જ તેને લગની રહે છે. પાર્લમેન્ટ કેમ ખરું કરે તે વિચાર તેને થોડો જ રહે છે. પોતાના પક્ષને જોર આપવા પાર્લમેન્ટની પાસે કંઈ કામો મુખ્ય પ્રધાન કરાવે છે એવા દાખલા જોઈએ તેટલા મળી આવે છે. આ બધું વિચારવા લાયક છે. અહીં મો. ક. ગાંધી દ્વારા પાર્લમેન્ટના અનુસંધાનમાં થયેલો ‘વેશ્યા’ શબ્દનો પ્રયોગ આપણને આશ્ચર્યજનક તો લાગે જ છે, પણ એક અંગ્રેજ મહિલાને તો તે અજુ ગતો પણ લાગ્યો હતો. પાર્લમેન્ટ માટે ગાંધીએ કરે લા આ શબ્દની પસંદગી

ashwinningstroke.blogspot.com

o

252

[ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


પ્રકાશનક્ષેત્રના અગ્રણી ભરતભાઈ અનડાની વિદાય પ્રકાશનક્ષેત્રમાં જાણીતા ભરતભાઈ રમણિકલાલ ભરતભાઈ અનડાએ બાળસાહિત્યનાં ઉત્કૃષ્ટ અનડાનું ૭૮ વર્ષની ઉંમરે તારીખ ૧૮ જુ લાઈના પુસ્તકો પ્રકાશિત કરવા સજ્જ લેખકો અને સમર્થ રોજ અવસાન થયું. પ્રકાશનવ્યવસાયમાં ભરતભાઈ ચિત્રકારોનો સાથ લીધો. આ પુસ્તકોનો ભારતભરમાં છેલ્લા સાડાપાંચ દાયકાથી કાર્યરત હતા. તેઓએ પ્રચારપ્રસાર કર્યો અને તે માટે પરદેશના મૉડેલનો ગુજરાતી પ્રકાશનમાં કેટલાંક વિરલ કહી શકાય આધાર લઈ અનોખી વિતરણવ્યવસ્થા ગોઠવી. દરમિયાન અનડા બુક ડીપોની બે સહયોગી તેવાં પ્રકાશન કર્યા છે. વિશેષ કરીને બાળકોનાં પુસ્તકોમાં તેઓનું અદ્વિતીય કાર્ય શાશ્વત સ્મૃતિ પેઢીઓ પણ અસ્તિત્વમાં આવી. એક તે અનડા બની રહે એવું છે. સાહિત્ય પ્રકાશન, જ ેની સ્થાપના ૧૯૭૬માં કરવામાં અનડા બુક ડીપોના ધરોહરને મજબૂત કરવાનું આવી. તેના અંતર્ગત રોડ ઍટલાસ તથા વિવિધ કાર્ય ભરતભાઈએ આજીવન કર્યું. રાજ્યો, દેશ તેમજ દુનિયાના પુસ્તકપ્રકાશનના વ્યવસાયમાં તેઓ માહિતીસભર વૉલમેપ પણ પ્રકાશિત યુવાન વયે જ પલોટાવા માંડ્યા હતા. કર્યા. બીજી સહયોગી પેઢી ‘આનંદ ૧૯૬૨માં સ્નાતક થયા બાદ તેઓ પ્રકાશન’ના નામે શરૂ કરી, જ ેમાં સંપર્ણ ૂ પણે પ્રકાશનવ્યવસાયમાં માર્ગદર્શિકા, સ્મરણાંજલિ જ ેવાં જોડાયા. ભરતભાઈના આવ્યા બાદ પ્રકાશનો કર્યાં. આ ઉપરાંત કેટલાંક અનડા બુક ડીપોએ પોતાના સંયુક્ત સાહસોમાં પણ ભરતભાઈએ પ્રકાશનની કામગીરી પર વિશેષ ઝુકાવ્યું; જ ે અંતર્ગત ગુણવત્તાસભર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે વિવિધ ભાષાના શબ્દકોશ પ્રકાશિત બાળસાહિત્યમાં અવનવા પ્રયોગો કર્યા. ૬ ઑગસ્ટ ૧૯૪૧ – ૧૮ જુલાઈ ૨૦૨૦ કર્યા. વિવિધ ભાષામાં બાળપુસ્તકો તેમનો જીવનમંત્ર આજીવન પ્રકાશિત કરીને અનડા બુક ડીપોની ક્ષિતિજ ગુજરાત વિદ્યાર્થી બની રહે વાનો રહ્યો. તેઓ હં મેશાં આ બહાર વિકસાવી. અનડા બુક ડીપોની શરૂઆત વાત પછીની પેઢીને કહે તા અને સમજાવતા કે ૧૯૩૭માં રતનશી અનડા દ્વારા થઈ હતી. રતનશી શિખવું એ વ્યક્તિની વિકાસયાત્રાનું એક અભિન્ન બોરસદમાં આચાર્ય હતા ત્યારે તેમણે પ્રાથમિક અંગ છે. નવી ક્ષમતાઓને વિકસાવવી અને સમાજને ધોરણના પુસ્તકો લખ્યાં હતાં. રતનશીના દીકરા ઉપયોગી બનવું તેવું તેઓ દૃઢપણે માનતા. ગુજરાતી છોટુભાઈએ તે પુસ્તકોનાં પ્રકાશન-વિતરણનું કામ પ્રકાશક મંડળનો પાયો નાખનાર સભ્યોમાંના તેઓ ઉપાડ્યું. અનડાની આ સફર છોટુભાઈએ વિસ્તારી એક હતા. તેમના પ્રમુખપદે ગુજરાતનો અને પછીથી તેની બાગડોર દીકરા સમા ભત્રીજા પ્રકાશનવ્યવસાય નવી ઊંચાઈ આંબી શક્યો. ભરતભાઈના હાથમાં સોંપી. સમાજને ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર પ્રકાશકોમાં ૧૯૭૭માં ‘એશિયન કલ્ચરલ સોસાયટી’, ભરતભાઈનું નામ હં મેશ માટે ઝળહળતું રહે શે. યુનેસ્કો તથા ‘જાપાન પબ્લિશર્સ એસોસિયેશન'ના ભરતભાઈની વિદાયની ખોટ અનડા પરિવારને તો સંયુક્ત ઉપક્રમે બાળસાહિત્ય પરના ત્રીસ દિવસના સાલશે, પણ સાથે સાથે પ્રકાશનક્ષેત્રમાં તેમના કોર્સમાં ભરતભાઈએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જવાથી એક શૂન્યાવકાશ સર્જાયો છે. नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

253


કલકત્તાનો ચમત્કાર : ગાંધીજીના અંતિમ દિવસોનો દસ્તાવેજ મનુબહે ન ગાંધી. આ માત્ર નામ નથી પણ

ગાંધીસાહિત્યનું ગૌરવ છે. મહાત્મા ગાંધીજીના પિતરાઈ ભાઈના દીકરા જયસુખલાલ ગાંધી. મનુબહે ન એ જયસુખલાલ ગાંધીનાં દીકરી. એ નાતે મનુબહે ન ગાંધીજીનાં પ્રપૌત્રી. ગાંધીજીના જીવનકાળના અંતિમ દિવસોમાં મનુબહે ન ગાંધી ખરા અર્થમાં એમની ટેકણલાકડી હતાં, મહાત્માજીનાં અંતેવાસી. ડિસેમ્બર ૧૯૪૬થી તેઓ ગાંધીજી સાથે જોડાયાં અને પછી ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ સુધી દિવસરાત તેમની પડખે હતાં. ગાંધીજી સાથે એમણે અવિરત પ્રવાસ ખેડ્યો અને ભારતની બદલાતી પરિસ્થિતિને એમણે ખૂબ નજીકથી જોઈ છે. સરળતાથી સમજી શકાય એવી વાત છે કે ૧૯૪૬થી ૧૯૪૮ સુધીનો સમયગાળો ભારતીય ઇતિહાસનો સૌથી મહત્ત્વનો સમયખંડ છે. આ સમયગાળો અનેક સંદર્ભમાં નિર્ણાયક ભૂમિકા ભજવતો હતો. આ કાલખંડનો પ્રભાવ દેશમા જીવનના છેલ્ા દાયકામાં મોટા ભાગના સમયે આર્થિક, રાજકીય,ગતાંશ્રીધમનુીજીનતા સામાજિક ણિક બહે ન જ એમનરી જોડે અને હતાં. તેમણે શૈ આ ક્ષ સમયનરી રોજનરીશરીક્ષેત્રે રાખરી છે. એમના શશક્ષણના ભાગ તરરીકે, ગાંધરીજી તેમનરી પાસે એ મળે અનેછેરોજ. મનુ એનરીચેદિવસોમાં સક્રિય રીતે જોવા લખાવતા પોતે તેબ જોઈહેલેન તા ે અને સહરી કરતા. એમ આ ડાયરરી તે વખતના ગાંધરીજીના કામકાજનરી, દદનચયાયાનરી જોયેલી પરિસ્થિતિતથાઅને નીશવરલદિનચર્યા એમના બાપુ મનોમંથનનરી નોંધરૂપ ગણાય.રોજનીશી આ પુસતકમાં તા. ૧–૮–’૪૭ થરી ૭–૯–’૪૭ સુધરીનરી ડાયરરી આવે છે. નોઆખલરીથરીલઈ ગાંધરીજી કાગળમાં કાશમરીર ગયા. તયાંથકં રી ડ પાછુારી ં તેમને છે. સ્વરૂપે શબ્દશઃ કાળથી નોઆખલરી જવાનું હતું. એટલે તે કાશમરીરથરી તયાં જવા નરીકળ્ા. આ ચોપડરીનો તયાંથરી શરૂ તયાંનરી કે મહાત્માજીએ મનુબ હે નનેહેવાલઆ સુથાયટવે છે. કલકત્ા પાડીપહોંચતાંહતી સસથશત જોઈ તયાં રોકાવાનું થયું, નોઆખલરી જવાનું બંધ રહું. સુખશાંશત અને સમૃશધિનરી ચાવરી કોમરી એકતામાં જ રહે લરી છે. રોજબરોજની મહત્ત્વની ઘટનાને એ ડાયરીના એ ચાવરી હાથ કરવાનો મંત્ર શરીખવતરી ગાંધરીજીનરી જીવનયાત્રાનું વણયાન આ ડાયરરીમાં આવે છે. તે શચરકાળ મનનરીય નરીવડશે એવરી સ્વરૂપે સંગ્રહિત આશાથરીકરેતે પુ.સતક રૂપેગાંપ્રગટધકયુીજી મનુબહે નની ું છે. ડાયરીલેખનની નિયમિત ટેવને માત્ર આંગળી ચીંધ્યાનું પુણ્ય માની બેસી નહોતા રહ્યા. એક કડક શિક્ષકની જ ેમ મનુબહે ને લખેલાં પાનાંઓને વાંચી લેતા અને એ પાનાંઓ નીચે સહી કરીને એમની નજર ફરી વળી છે એ વાતનો મીઠો હોંકારો આપતા.

પુસ્તક પરિચય રામ મોરી

આ ડાયરીમાં મહાત્મા ગાંધીજીની દિનચર્યા, એમના કામકાજની રીતો, ટેવો અને તેમના મનોમંથનની વિરલ કહી શકાય એવી ઘટનાઓ, કથાઓ અને પ્રસંગો મનુબહે ન ગાંધીએ ચોકસાઈપૂરક્વ લખ્યાં છે. મનુબહે નની આ ડાયરીઓ જુ દાં જુ દાં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ છે. એમાંનું આ એક અત્યંત મહત્વનું પુસ્તક છે — ‘કલકત્તાનો ચમત્કાર’. ૧૯૪૭ના સમયગાળાની વાત છે. બંગાળના નોઆખાલીથી ગાંધીજી કાશ્મીર ગયા. જમ્મુ અને કાશ્મીરની મુલાકાત પછી નોઆખાલી જવાના હતા. નોઆખાલી જવા માટે બાપુ બિહાર — પટણાથી કલકત્તા પહોંચ્યા. કલકત્તાની નાજુ ક પરિસ્થિતિ જોઈ બાપુ કલકત્તામાં જ રહ્યા. આ રીતે નોઆખાલી જવાનું તો બંધ રહ્યું. વિધાતાએ કંઈક જુ દું જ વિચારે લું અને ગાંધીજીએ પૂર્વના બદલે પશ્ચિમ

કલકત્તાનો ચમતકતાર

મનુબહે ન ગતાંધી

ISBN 978-81-7229-932-3

9

254

788172

299323

_ 100

[ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


પંજાબ જવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું. પંજાબ જવા માટે બાપુએ કલકત્તાથી ૯ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ પ્રસ્થાન કર્યું. કલકત્તાથી બાપુ દિલ્હી આવ્યા અને બાપુ એ પછી દિલ્હી જ રહ્યા. ઈશ્વરની ગતિ ન્યારી છે કે બાપુના એ અંતિમ દિવસો હતા અને પંજાબ જવાનું કાયમને માટે મોફૂક રહી ગયું! આ બધો સમયગાળો મનુબહે ન ગાંધીએ પોતાની ડાયરીઓમાં તારીખવાર સ્થળના નામ સાથે નોંધ્યો    છ.ે આ પુસ્તક ‘કલકત્તાનો ચમત્કાર’માં ગાંધીજી જમ્મુ-કાશ્મીર ગયા અને ત્યાંથી કલકત્તા આવ્યા પછી કલકત્તા છોડ્યું ત્યાં સુધીના ૦૧-૦૮૧૯૪૭થી ૦૭-૦૯-૧૯૪૭ સુધીના સમયખંડનું સુંદર દસ્તાવેજીકરણ છે. બાપુના સમગ્ર જીવનમાંથી આ એક મહિનો અને સાત દિવસનું સમાજમાં દીવાદાંડી જ ેવું પ્રદાન છે. આ ૩૮ દિવસની ડાયરીમાંથી પસાર થઈએ ત્યારે ક્યારે ક ચહે રા પર નાના બાળક જ ેવું સ્મિત રમ્યા કરે , ક્યારે ક આંખોમાં આંસુ પાંપણે તોળાઈ રહે , ક્યારે ક ગળું ભરાઈ આવે, ક્યારે ક રૂંવાડાંઓ બેઠાં થઈ જાય... આવા મિશ્ર અનુભવોનું ભાથું છે મનુબહે ન ગાંધી દ્વારા લખાયેલું આ પુસ્તક : ‘કલકત્તાનો ચમત્કાર’. સ્વાભાવિક છે કે આપણા મનમાં સૌથી પહે લાં તો એ ચિત્ર જ આવવાનું છે કે ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયો ત્યારે દિલ્હીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને ગાંધીજી પણ ત્યાં જ એ મેદની વચ્ચે ઉપસ્થિત હશે. ચોમેર જયઘોષ ચાલતો હશે, મિજબાનીઓ જામી હશે, દિલ્હીમાં વિશાળ જનમેદનીને અધિકારપૂર્વક મહાત્મા ગાંધીજી સંબોધતા હશે! આ પુસ્તક તમને જવાબ આપે છે કે જી, બિલકુ લ નહીં! જ્યારે આખો દેશ આઝાદીનો મહોત્સવ ઊજવી રહ્યો હતો ત્યારે ગાંધીજી કલકતામાં હૈ દરી મેન્શન નામના કોઈ नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

થરથર કાંપી રહેલાં આભાબહેન અને મનુબહેનના હાથ છોડાવી ૭૮ વર્ષનો મુઠ્ઠીભર હાડકાંનો એ માણસ સત્ય અને અહિંસાના બળે ટોળાને સમજાવવા ઝઝૂમી રહ્યો હતો અને અચાનક ટોળામાંથી ગાંધીજી પર ઈંટોનો છુટ્ટો ઘા ફેંકાય છે! શ્વાસ અટકી જાય ને ધબકારા થંભી જાય એવી આ ઘટના. જી હા, આ વાત છે અરધી રાત્રે આઝાદી મળી એ સમયખંડની!

ે ા કાચવાળાં બારીબારણાંના સુખસગવડ વિનાના, તૂટલ ગંધાતા મકાનમાં હતા. અરધી રાતનો ગોરં ભાયેલો એ સમય હતો. ટોળાએ આ ઘરને ચારે બાજુ થી ઘેરી લીધું હતું. કલકત્તા શહે રમાં ઠેર ઠેર કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં. ગાંધીજી જ ે અવાવરું સાંકડા મકાનમાં હતા એ મકાન પર પથ્થરમારો થઈ રહ્યો હતો. બત્તી લાઇટ અને કાચ ફૂટ્યા. એ ઘરમાં એ વખતે બાપુની સાથે કોઈ સિક્યોરિટી કે કોઈ મોટા નેતાઓ ન હતા. થરથર કાંપી રહે લાં આભાબહે ન અને મનુબહે નના હાથ છોડાવી ૭૮ વર્ષનો મુઠ્ઠીભર હાડકાંનો એ માણસ સત્ય અને અહિં સાના બળે ટોળાને સમજાવવા ઝઝૂમી રહ્યો હતો અને અચાનક ટોળામાંથી ગાંધીજી પર ઈંટોનો છુ ટ્ટો ઘા ફેં કાય છે! શ્વાસ અટકી જાય ને ધબકારા થંભી જાય એવી આ ઘટના. જી હા, આ વાત છે અરધી રાત્રે આઝાદી મળી એ સમયખંડની! જ ે લોકોએ મનુબહે ન ગાંધીને વાંચ્યાં નથી એમને મનુબહે ન ગાંધીના સમૃદ્ધ ગદ્યનો પરિચય પણ આ પુસ્તકમાંથી મળી જશે. વાંચનારને એવું જ લાગે જાણે મનુબહે નની આંગળી પકડીને એ પણ ગાંધીજીની જોડાજોડ ચાલી રહ્યા છે. આ પુસ્તકો થકી વાચકોની સમક્ષ નોખી માટીના માનવી તરીકે ગાંધીજીનો વિશેષ ઉઘાડ થાય છે. બાપુની રહે ણી 255


અને કહે ણી નોખી હતી કે નહીં એ કથાનાં સાક્ષીગોપાળ છે મનુબહે ન ગાંધીનું ગદ્ય, મનુબહે ન ગાંધીનાં આ પુસ્તકો! અહીં જમ્મુ અને કાશ્મીરના પ્રવાસ સમયનાં વર્ણનો, રાવળપિંડી પાસેના નિરાશ્રિત કૅ મ્પનાં વર્ણનો, કલકત્તાના કોમી હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહના વર્ણનો અને બીજા અનેક એવા પ્રસંગો છે જ ે મનુબહે ને ડાયરીમાં લખ્યા છે. એ વાંચીએ ત્યારે મનુબહે ન ગાંધીના સશક્ત ગદ્યનો પરિચય આપણને થાય છે. જ ેમ કે અત્યારે નમૂનારૂપ ત્રણ ગદ્યખંડને, ત્રણ પરિસ્થિતિને ટાંકી રહ્યો છુ .ં “ઉપરથી નીચે નજર નાખો તો જ ેને ચક્કર આવતાં હોય હોય એ તો બેહાલ જ થાય. નીચે જાણે ગાલીચા પાથર્યા હોય એમ લીલુંછમ ઘાસ, એમાં પહાડી ગાયો ચરતી હોય. પહાડી કાશ્મીરની ખૂબસૂરત સ્ત્રીઓ અને નાનાં નાનાં સુંદર બાળકો ખેતરોમાં કામકાજ કરતાં હોય, એ મોટરમાંથી જોઈએ ત્યારે એમની ઈર્ષા આવે. એમના કૂ બા પણ એ લીલુડા ગાલીચામાં. વાદળાંઓ પણ એવી જ દોડધામ કરી રહ્યાં હતાં. એમ જ થાય કે હમણાં બાપુજીને વાદળાં પકડી પાડશે.” (શુક્રવાર, ૦૧-૦૮-૧૯૪૭) “એક નાની ઇસ્પિતાલ ચાલે છે. એ ઇસ્પિતાલ તો પથ્થરનું હૃદય હોય તોય પીગળી જાય એવી કરુણાભરે લી હતી. બહે નોની હતી. કોઈ બહે નની છાતીમાંથી ગોળીઓ કાઢેલ, તો કોઈ બહે નનો પગ જ ન હોય, કોઈ બહે નનું એક જ દિવસનું બાળક હોય, અને એને લઈને ભાગી આવી હોય; કેટલીયને ખંજર ભોંકેલા હતા! આ કરુણ દૃશ્ય જોયું નહોતું જતું.” (મંગળવાર, ૦૫૦૮-૧૯૪૭) “દૃશ્ય ભયંકર હતું. ઘાયલની છાતીમાંથી લોહી વહી રહ્યું હતું. માખીઓ બણબણતી હતી. 256

મનુબહેન ગાંધી દ્વારા લખાયેલું ‘કલકત્તાનો ચમત્કાર’ એ રીતે બહુ ખાસ છે કે અહીં પ્રકૃતિના રમ્ય રૂપની સાથોસાથ માનવીએ ઊભું કરેલું વૃત્તિઓનું રુદ્ર રૂપ જોવા મળે છે. આ પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે જીવનનો એક બહુ મોટો કાલખંડ જીવીને પાછા આવ્યા હોઈએ એવી અનુભૂતિ થાય   છે

આંખોના ડોળા ફાટી ગયા હતા. મજૂ ર હશે, કારણ કે કેડ ે ખોસેલા ચાર આના પડ્યા હતા. ફાટેલું ધોતિયું પહે ર્યું હતું. આવો નિરપરાધી માણસ આમ પડેલો જોઈ બાપુજીના મોઢા સામે જોયું નહોતું જતું. હં ુ એ મૃતદેહો જોઈ શકી, પણ બાપુજીનો દયામણો ચહે રો ન જોઈ શકી!” (સોમવાર, ૦૧-૦૯-૧૯૪૭) દેશને આઝાદી મળી પણ કલકત્તા ભડકે બળતું હતું. લોકોમાં દહે શત ફે લાયેલી હતી. માણસનો માણસાઈ પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. એવા સમયે ગાંધીજી કલકત્તામાં રોકાયા. અહીં મનુબહે ન ગાંધીએ ‘કલકત્તાનો ચમત્કાર’ એવો શબ્દપ્રયોગ કર્યો છે... આખા પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે સમજાય કે ખરે ખર આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી. નફરતના એ સરોવરમાં બાપુએ કઈ રીતે પ્રેમ અને કરુણાનાં કમળ ખીલવ્યાં એ વાત તો આ પુસ્તક વાંચીએ ત્યારે સમજાય છે. એ સમય, એ ટોળું, એ મારો-કાપોની બૂમો, એ વરસાદ, એ વીજળી, એ ભયાવહ પરિસ્થિતિ અને ઘેરાતો અંધકાર વાચકની છાતીમાં ગોરં ભાય એ ખૂબીથી મનુબહે ન ગાંધીએ પોતાના એ સમયખંડને અને શબ્દાનુભવને પ્રતિષ્ઠિત કર્યા છે. વિધિની વક્રતા તો જુ ઓ... આ પુસ્તકમાં [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


મનુબહે ન લખે છે કે બાપુ સાથે એ લોકો કલકત્તામાં હતા ત્યારે ત્યાંના ગૃહસચિવ અન્નદાબાબુ લગભગ દોડતા દોડતા બાપુને મળવા આવેલા. અન્નદાબાબુએ બાપુને હયાત જોઈને રાહતના શ્વાસ લીધા. બાપુએ કારણ પૂછ્યું કે આમ અચનાક દોડતા આવવાનું કારણ? ત્યારે અન્નદાબાબુ કહે છે કે એમને ફોનથી એવા ખોટા સમાચાર આપવામાં આવ્ચા કે કોઈએ ગાંધીજીને ગોળી મારી! મનુબહે ન લખે છે કે બાપુ આ સાંભળીને ખૂબ હસ્યા અને પછી બોલ્યા કે, “એવાં ભાગ્ય ક્યાંથી કે મને કોઈ ગોળી મારે !” એ અહીં નોંધવું રહ્યું કે મૃત્યુના પાંચ મહિના અગાઉ જ કદાચ ઈશ્વરે આવી વાણી બાપુના મોઢે ઉચ્ચારાવી હશે કે કેમ! મનુબહે ન ગાંધી દ્વારા લખાયેલું ‘કલકત્તાનો ચમત્કાર’ એ રીતે બહુ ખાસ છે કે અહીં પ્રકૃ તિના રમ્ય રૂપની સાથોસાથ માનવીએ ઊભું કરે લું વૃત્તિઓનું રુદ્ર રૂપ જોવા મળે છે. આ પુસ્તકમાંથી

પસાર થઈએ ત્યારે જીવનનો એક બહુ મોટો કાલખંડ જીવીને પાછા આવ્યા હોઈએ એવી અનુભૂતિ થાય છે. ગાંધીજીને થોડા વધારે નજીકથી જાણ્યાનો પરમ સંતોષ અનુભવાય છે. બાપુના જીવનની નિયમિતતા, એમની સુટવે ો, કુ દરત સાથેનો એમનો સંવાદ, સ્વાસ્થ્ય અંગેની એમની સમજ અને પરિશ્રમ અંગેની બાપુની સજાગતા ઊડીને આંખે વળગે છે. ૭૮ વર્ષે પણ બાપુની કાર્યદક્ષતા, એમનો ઉત્સાહ, એમની નિર્ણયશક્તિ જોવા મળે છે. અહીં પુસ્તકના પાને પાને વાચકને અનુભવશે ક્યાંક સ્મિત, ક્યાંક આંસુ, ક્યાંક ફરિયાદ, ક્યાંક અભાવ, ક્યાંક અપરાધભાવ તો ક્યાંક પૂર્ણ સંતોષ. બાપુના ૭૩ કલાકના ઉપવાસ વાચકને અનુભવાશે... બાપુની શ્રદ્ધા અને વિશ્વાસ જોઈને વાચકોની આંખો ભરાઈ આવશે. આ પુસ્તકમાંથી પસાર થશો તો એક માણસ તરીકે તમારી અંદર કશુંક સશક્તપણે હકારાત્મક ઘૂંટાશે એની ખાતરી થાય છે. o

અંતરનું એકાંત

કન્ફેશન બૉક્સ

~ માધવ રામાનુજ “કવિતાએ જીવનયાત્રાના પ્રત્યેક વળાંકે હૂંફ આપી, હામ આપી, હૃદયને ધબકતું રહે વા કે રાખવા માટે જાણે કારણ પૂરું પાડ્યું! મારે મન આ સર્જન એ એક વિશેષ પ્રકારે ચમત્કાર જ છે. આ તો ચિત્તમાં ઝબકારારૂપે આવે છે ને પછી આપણી સજ્જતા પરિણામ સુધી પહોંચાડે છે.”

~ રામ મોરી “આ પુસ્તકમાં ૨૬ પત્રો છે, કહો કે ૨૬ કથાઓ છે. ૨૬ પત્રવાર્તાઓ છે! જ ેના કિરદારો હં ુ પણ છુ ં અને તમે પણ છો, એક રીતે આપણે બધા જ છીએ. આપણી આસપાસ ધબકતા સંબંધો છે. આ પત્રોની ‘પારકી’ વાતો વાંચતા જશો એમ એ ‘પોતાની’ વધારે લાગશે. આ પત્રો એ ટકોર છે, આપણા જીવાતા જીવનનો અરીસો છે.”

p. 336 | 5.5" x 8.5" | Paperback | Rs. 400

p. 144 | 6" x 9" | Paperback | Rs. 150

नवजीवन નો અક્ષરદેહ [ જुલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

257


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ ગાંધીજીના જીવનનો ક્રમ આ ગાળામાં કેવી રીતે બદલાયો તેની નોંધ આ પ્રકારે થઈ છે : “લોકશિક્ષણ માટે ગાંધીજીએ દેશવ્યાપી પ્રવાસ ખેડ્યો, એ આ ગાળાની વિશિષ્ટતા છે. આ દરમ્યાન તેમણે બ્રિટિશ સામ્રાજ્ય અને હિં દ સરકાર સામે આકરા પ્રહારો કર્યા અને એ સરકારને તેમણે વારં વાર રાવણરાજ્ય સાથે સરખાવી. …ગાંધીજીએ બ્રિટિશ રાજ્ય પ્રત્યે એટલા બધા લાંબા સમય સુધી પોતાની શ્રદ્ધા પોષી હતી, કે જ્યારે એ શ્રદ્ધા તૂટી ગઈ ત્યારે તેમણે ખરે ખર આકરા શબ્દોમાં તેમની લાગણી વ્યક્ત કરી.” [ગા. અ. : ૧૮, પ્રસ્તાવના]. બ્રિટિશ રાજ્ય પ્રત્યેના દૃષ્ટિકોણમાં આવેલા ઘરમૂળથી ફે રફાર સાથે-સાથે આ દરમિયાન એક રાષ્ટ્રીય નેતા તરીકે જનસાધારણ વર્ગ પર તેમની વાતની ઊંડી અસર પડવા લાગી. સર્વવ્યાપી આ અસરની નોંધ શિક્ષિત વર્ગે પણ લીધી હતી. દેશવ્યાપી બની રહે લી ગાંધીજીની ઓળખનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સામ્રાજ્યના અન્યાય સામેની લડત હતી. આ સાથે પ્રજાજનોને કેળવવાનો તેમનો ઉદ્દેશ પણ હતો. જુ લાઈ માસની શરૂઆત “સત્યનો મારગ છે શૂરાનો” એ લેખથી થાય છે. સાબરમતી આશ્રમ શાળામાંથી હસ્તલિખિત मधपूडो નામના પત્રમાં આ લેખ પ્રકાશિત થયો હતો. ગુજરાતી કવિ અને વેદાંતી પ્રીતમદાસના આ કાવ્યનું રહસ્ય સમજાવતાં ગાંધીજી લખે છે : “આ કાવ્યનું રહસ્ય હું દિવસે દિવસે વધારે સમજ્યા કરું છુ .ં હું એમ પણ જોઉં છુ ં કે એ વાક્યમાં જ ે વિચાર રહ્યો છે તેનો પ્રયોગ કંઈ મોટાઓ જ કરે ને બાળકો કે વિદ્યાર્થી ન કરે એવું નથી. બચપણથી જ સત્યનો મારગ શોધાય ને તે મારગે જવાય તો જ મોટા થતાં આપણે અસત્યને મારગે ચઢતાં બચી શકીએ.” આ કાવ્યમાં “હરિનો” શબ્દ બદલીને “સત્યનો” મૂકીને ગાંધીજીએ ટાંક્યું છે. આગળ તેઓ લખે છે : “હિમાલય ચઢવામાં જ ેટલા પરાક્રમની જરૂર છે તેના કરતાં સત્યની ઊભી સીડીએ ચઢવામાં વધારે પરાક્રમની આવશ્યકતા છે.” ‘સત્યનો મારગ’ની જ ેમ ‘યંગ ઇન્ડિયા’માં ‘બહુમતીનો કાયદો’ નામના લેખમાં ગાંધીજીએ વિગતે સમજાવ્યું છે. તેઓ લખે છે : “જિદ્દી કે આપખુદ હોવાના આક્ષેપનો મેં કદી સ્વીકાર કર્યો નથી. એથી ઊલટુ,ં ખાસ મહત્ત્વની ન હોય તેવી બાબતોને તાબે થવાના મારા સ્વભાવનો મને ગર્વ છે. આપખુદીને હું ધિક્કારું છુ .ં મારી સ્વતંત્રતાનું મૂલ્ય સમજતો હોઈ હું બીજાની સ્વતંત્રતાને એટલું જ માન આપું છુ .ં …ચાલતી આવેલી પ્રણાલીનો સ્વીકાર નહીં કરી લેવાનો મારો સ્વભાવ છે. આ સ્વભાવને કારણે આપણાં પ્રાચીને શાસ્ત્રોની વાત જો મારી સમજમાં ન ઊતરે તો તેની ઈશ્વરપ્રણીત ગણાતી વાણીનો પણ ઇનકાર કરવાની હદ સુધી હું જાઉં છુ .ં ” આ ઉપરાંત આ ગાળામાં ખિલાફત, અસહકાર આંદોલન અને સ્વદેશીની ગતિવિધિઓ જોરશોરથી ચાલી રહી છે. લોકમાન્ય ટિળકનું આ ગાળામાં અવસાન થયું અને તેઓને શ્રદ્ધાંજલિ આપતો વિસ્તૃત લેખ લખ્યો છે. લખાણરૂપી મોતી આ ગાળામાં લખલૂટ મળે એમ છે. એવું જ એક ‘અસહકાર સામે જ ેહાદ’ લેખમાં તેઓ લખે છે : “આખી પ્રજા નામર્દ બની જાય તેના કરતાં તો હું હિં સાનું જોખમ ખેડવાનું હજાર વાર પસંદ કરું .” આગળ ‘તલવારનો સિદ્ધાંત’ નામના લેખમાં લખે છે : “નામર્દાઈ અને હિં સા વચ્ચે જ પસંદગી કરવાની હોય તો હું હિં સા પસંદ કરું .” જોકે ગાંધીજીના આ સંદર્ભોમાં પૂરો દૃષ્ટિકોણ સમજવો અનિવાર્ય છે. આ બે માસની સૌથી અગત્યની ઘટના ‘ખાદીની પ્રતિજ્ઞા’ની છે. અંગ્રેજી અને હિં દી બંને ભાષામાં ગાંધીજીના હસ્તાક્ષરમાં આ પ્રતિજ્ઞાના શબ્દો કંઈક આવા છે : “આજથી જીવનભર મારા(પોશાક) માટે ટોપી અથવા માથાનો પોશાક અને મોજાં સિવાય, હાથે કાંતેલા સૂતરની હાથે વણેલી ખાદી હું ખરીદીશ એવી જાહે રાત કરું છુ .ં ” 258

[ જુલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


૧૯૨૦ જુલાઈ ૧થી ૩ મુંબઈ. ૪ અમદાવાદ. ૫ મુંબઈ. ૬ હાંસોટ : અસહકાર વિશે ભાષણ, સમય સવાર.  અંકલેશ્વર : હોમરૂલ લીગના આશ્રયે મળેલી જાહે ર સભામાં, હં ટર કમિટીના બહુમતી હે વાલ સામે વાંધો ઉઠાવતું અને રૉલેટ કાયદો રદ કરવાની માગણી કરતું પ્રવચન, પ્રમુખ છોટાલાલ ઘેલાભાઈ ગાંધી. ૭ મુંબઈ : ગુજરાતી સ્ત્રી મંડળના આશ્રયે મળેલી સ્ત્રીઓની સભામાં એજ વિશે પ્રવચન; સ્થળ મારવાડી વિદ્યાલય, પ્રમુખ જાઈજી પિટિટ. ૮ મુંબઈ : મુંબઈની આર્થિક બાબતો અંગેની મૅસ્ટન કમિટીની ભલામણો સામે વિરોધ દર્શાવવા ટાઉનહૉલમાં મળેલી સભામાં, પ્રમુખસ્થાન માટે નારાયણ ચંદાવરકરના નામની દરખાસ્ત મૂકી. ૯ (મુંબઈ). ૧૦થી ૧૧ મુંબઈ. ૧૨ અમદાવાદ. ૧૩ મુંબઈ : જાહે ર સભામાં પ્રવચન, વિષયબ્રિટિશ સામ્રાજ્યમાં વસતા હિં દીઓની હાડમારી, પ્રમુખ નારાયણ ચંદાવરકર. ૧૪ મુંબઈ : થી નીકળ્યા. ૧૫ જલંધર : ઉતારો રાયજાદા ભગતરામને ત્યાં.  રાજકુ મારી અમૃતકુંવરને જોવા ગયા; જાહે ર સભા. પ્રથમ બપોરે રાખેલી પણ તાપ અને અવ્યવસ્થાના કારણે સાંજ ે રાખી. ૧૬ અમૃતસર : જાહે ર સભામાં અસહકાર વિશે ભાષણ, સમય રાત. नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

૧૭ અમૃતસર  લાહોર : ઉતારો બૅરિસ્ટર મહં મદ આલમને ત્યાં.  કાર્યકર્તાઓને અસહકાર વિશે સંબોધન.  જાહે ર સભા, સમય રાત, સભા રાત્રે એક વાગ્યે પૂરી થઈ. ૧૮ લાહોર : જાહે ર સભા, સમય સાંજ. ૧૯ રાવળપિંડી : સ્ટેશને સત્કાર અને સરઘસ. ૨૦ રાવળપિંડી.  ઝેલમ : આવ્યા અને થી નીકળ્યા.  ગુજરખાન જાહે ર સભા  લાહોર. ૨૧ લાહોર : થી નીકળ્યા. ૨૨ કરાંચી : સરઘસ.  જાહે ર સભા, અસહકાર વિશે પ્રવચન, સભા મધરાતે પૂરી થઈ. ૨૩ કરાંચી : ગુજરાત સભા તરફથી માનપત્ર અને થેલી, સ્થળ નારાયણ સરીયા મહાજન વાડી, પ્રમુખ સુંદરદાસ વલ્લભજી.  હૈ દરાબાદ : સિંધ ખિલાફત પરિષદમાં પ્રવચન. ૨૪ હૈ દરાબાદ : પરિષદ ચાલુ. ૨૫ હૈ દરાબાદ : જાહે ર સભા. ૨૬થી ૨૮ અમદાવાદ. ૨૯ મુંબઈ : લોકમાન્ય ટિળકને એમની માંદગીના બિછાને મળ્યા.  મુસલમાનોની સભામાં અહિં સક રહે વા ઉપદેશ; સ્થળ ગ્રાંટરોડ મુઝફરાબાદ હૉલ. ૩૦થી ૩૧ મુંબઈ.

૧૯૨૦ ઑગસ્ટ

૧ મુંબઈ : લોકમાન્ય ટિળકની સ્મશાનયાત્રામાં તથા અગ્નિસંસ્કાર વખતે હાજર.  એમના અવસાન અંગેની શોકસભામાં બોલ્યા; પ્રમુખ મિયાં મહં મદ હાજી જાન મહં મદ છોટાણી. ૨ મુંબઈ : બોઅરયુદ્ધ વખતે અને ઝુલુ 259


બળવા વખતે મળેલા, અને કૈસરે હિં દનો – કુલ ત્રણ – ચાંદ સરકારને પાછા મોકલ્યા. ૩ મુંબઈ. ૪થી ૫ અમદાવાદ. ૬ અમદાવાદ : લોકમાન્ય ટિળકના અવસાન અંગે શોક પ્રદર્શિત કરવા મળેલી સભામાં પ્રમુખપદે, સમય રાત, સ્થળ અલેફની મસીદ પાસે.  આગામી ગુજરાત રાજકીય પરિષદની સ્વાગત સમિતિની બેઠકમાં પ્રમુખપદે. ૭ મુંબઈ. ૮ અમદાવાદ : હૈ દરાબાદ (સિંધ)માં, ચળવળ અંગે પીર મહે બુબ શાહની ધરપકડથી ઊભી થયેલી પરિસ્થિતિના કારણે ત્યાં જવા આવ્યા પણ પછી અહીં તાર આવ્યો ‘આવવાની જરૂર નથી’ એટલે રોકાયા.  વિદ્યાર્થીઓને બ્રહ્મચર્ય વિશે અને સહશિક્ષણ વિશે સંબોધન. ૯થી ૧૦ મુંબઈ. ૧૧ બેંગલોર. ૧૨ મદ્રાસ : આવ્યા.  જાહે ર સભામાં અસહકાર વિશે ભાષણ, સમય સાંજ, સ્થળ પ્રેસિડન્સી કૉલેજ સામે દરિયાકિનારો. ૧૩ મદ્રાસ : જાહે ર સભા, સ્થળ જુ મા મસ્જિદ.  અંબુર. ૧૪ અંબુર.  વેલોર : સભાઓ બંને સ્થળે. ૧૫ મદ્રાસ : કામદાર મંડળની સભામાં ભાષણ. ૧૬ કુંભકોણમ.  નાગોર. ૧૭ તાંજોર.  ત્રિચિનાપલી : ઉતારો ડૉ. ટી. એસ. એસ. રાજનને ત્યાં. ૧૮ મદુરા : આવ્યા અને થી નીકળ્યા.  260

કાલીકટ : જાહે ર સભા. ૧૯ કાસરગોડ.  મેંગલોર : ઉતારો પરસોત્તમદાસને ત્યાં. ૨૦ મેંગલોર.  સાલેમ : ઉતારો ડૉ. વરદારાજુ લુને ત્યાં. ૨૧ સાલેમ : ગરીબો માટેની પરબોનું ઉદ્ઘાટન.  ખિલાફત પરિષદમાં હાજર.  બેંગલોર : આવ્યા, ચાર કલાક રોકાયા.  મદ્રાસ. ૨૨ મદ્રાસ : લૉ કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન. ૨૩ બેઝવાડા : ઉતારો એ. કાલેશ્વરરાવને ત્યાં.  જાહે ર સભા, ખેડૂતો અને મજૂ રોનું માનપત્ર. ૨૪ સિકંદરાબાદ.  હૈ દરાબાદ. ૨૫ મુંબઈ. ૨૬ અમદાવાદ. ૨૭ અમદાવાદ : ચોથી ગુજરાત રાજકીય પરિષદનું અધિવેશન; પ્રમુખસ્થાન માટે અબ્બાસ તૈયબજીના નામની દરખાસ્ત મૂકી. ૨૮ અમદાવાદ : પરિષદ ચાલુ; અસહકાર વિશે પ્રવચન. ૨૯ અમદાવાદ : પરિષદ ચાલુ; ‘બૉયકોટ’ વિરુદ્ધ ભાષણ. ૩૦ અમદાવાદ : સંસાર સુધારા પરિષદમાં, અંત્યજોની મુશ્કેલીઓ વિશે ભાષણ; પ્રમુખ ડૉ. તુલજારામ ચુનીલાલ ખાંડવાળા, સ્થળ સંસાર સુધારા હૉલ. ૩૧ મુંબઈ : ગ્રાન્ટ મેડિકલ કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓ મળવા આવ્યા; ચર્ચા પછી ખાદી-પ્રતિજ્ઞાપત્ર ઉપર એમણે સહીઓ કરી.

[ જુલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપર્ણ ૂ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25 પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ-ઑગસ્ટ ૨૦૨૦]

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

261


કાકાસાહે બ કાલેલકર લિખિત કેટલાંક પુસ્તકો

હિમાલયનો પ્રવાસ ₹ 100.00 જીવનપ્રદીપ ₹ 150.00

₹ 200.00

જીવતા તહે વારો

₹ 180.00

જીવનચિંતન ₹ 150.00

બાપુની ઝાંખી (સંક્ષિપ્ત) ₹ 20.00

જીવનલીલા ₹ 200.00

રખડવાનો આનંદ

જ્યાં દરે કને પહોંચવું છે ₹ 50.00

પ્રાસંગિક પ્રતિસાદ ₹ 200.00

ઓતરાતી દીવાલો જીવનસંસ્કૃતિ ₹ 350.00

₹ 30.00

પરમ સખા મૃત્યુ ₹ 100.00

આ સંપુટની કુલ કિंમત રૂ. ૧૯૪૦ થાય છે.

આખો સેટ ખરીદનારને રૂ. ૧૬૦૦માં આપવામાં આવશે.

લોકજીવન

262

₹ 150.00

– વ્યવસ્થાપક

સ્મરણયાત્રા

₹ 60.00

[ જુલાઈ-ઑગસ્ટ ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


હિં દ સ્વરાજની વિવિધ આવૃત્તિ શતાબ્દી આવૃત્તિ-નવસંસ્કરણ (÷ܳÜ-‘ÜÄÜì, ƒÜÜ¹ß ËÜ܇ÞòØÄÜ) (ÏÜçÆÜÝêܳÜÜå ‘ÜÄÜì)

હસ્તાક્ષર આવૃત્તિ

Hind Swaraj • Ý÷ù ôíÜÓÜè Hind Swaraj • Ý÷ù ôíÜÓÜè

Mohandas Karamchand Gandhi •

ÏÜÜå÷ÃܹÜôÜ ‘ÓÏÜœÜع ÄÜÜØÁÜß

Mohandas Karamchand Gandhi •

eBOOKS

ÄÜàèÓÜ´Üß

÷ô´ÜÜšÜÓ

†ØÄÜÂå¢

ÄÜàèÓÜ´Üß

ÏÜÜå÷ÃܹÜôÜ ‘ÓÏÜœÜع ÄÜÜØÁÜß

Õ÷¹ß

†ØÄÜÂå¢

Õ÷¹ß

હિં દ સ્વરાજ વિશે સ્વતંત્ર ભારતના છેલ્લા ગર્વનર જનરલ સી. રાજગોપાલાચાર હિં સાની વિચારધારાને આપણે સામાન્ય રીતે માનીએ છીએ તેથી વધુ અનુમોદન પ્રાપ્ત છે. હિં સાના હિમાયતીઓના બે વર્ગ છે. અલ્પ અને વધુ અલ્પ થતો જતો એક સમુદાય હિં સામાં માને છે અને એ મુજબ આચરણ કરવા તૈયાર હોય છે. બીજો અતિ મોટો એક વર્ગ હં મેશાં રહ્યો છે જ ે હિં સામાં આસ્થા ધરાવે છે ખરો, પણ, હમણાના આંદોલનની નિષ્ફળતાના કડવા અનુભવ પછી, એમની એ આસ્થા આચરણમાં પરિણમતી નથી. કાર્યસિદ્ધિ માટે જબરદસ્તી સિવાય બીજા માર્ગ એમની પાસે હોતા નથી. હિં સામાં એમનો ઇતબાર એવો જડબેસલાક હોય છે કે બીજાં બધાં કામો કરવાને અને કશાનો ભોગ આપવાને રસ્તે જતા એ અટકે છે. આ બેઉ અનિષ્ટ જબરાં છે.   હિં સાનાં તમામ સ્વરૂપોને આપણે તિલાંજલિ નહીં આપીએ અને ઇતર પરિબળને આપણું ચાલકબળ નહીં બનાવીએ ત્યાં સુધી આપણી આ માતૃભૂમિના નવનિર્માણની આશા મિથ્યા છે. હિં સાચારના નકારનો તકાજો આજ ે છે એટલો કદી નહોતો. આ ધ્યેયસિદ્ધિ માટે શ્રી ગાંધીના આ વિખ્યાત પુસ્તકના પ્રકાશન અને તેના વિશાળ ફે લાવાથી બહે તર બીજો કયો રસ્તો હોઈ શકે? … સત્યાગ્રહ સભા, મદ્રાસ, ૬–૬–’૧૯ [અંગ્રેજી પરથી]

૨૬૩

ચ૰ રાજગોપાલાચાર [હિં દની પહે લી અંગ્રેજી આવૃત્તિ, મદ્રાસ, ગણેશ ઍન્ડ કંપની, ૧૯૧૯]


આધુનિક પત્રકારત્વ અને સર્વસામાન્ય અભિરુચિ

264


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.