Navajivanno Akshardeh July 2018

Page 1

વર્ષૹ ૦૬ અંકૹ ૦૭ સળંગ અંકૹ ૬૩ • જુ લાઈ ૨૦૧૮

છૂટક કિંમત ઃ _ ૧૫


વર્ષૹ ૦૬ અંકૹ ૦૭ સળંગ અંકૹ ૬૩ • જુ લાઈ ૨૦૧૮ છૂ ટક કિંમત ઃ _ ૧૫

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

 દક્ષિણ આફ્રિકા અને ગાંધીજી :

૧૯૯

૧. ઇતિહાસ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી. . . ૨૦૦ ૨. પહે લો ગિરમીટિયો. . . . . . . . . . . . . . . . . . . . . ગિરિરાજ કિશોર. . . ૨૦૭ ૩. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજીની વિદાય. . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૨૧૨

કપિલ રાવલ

૪. સવાસો વર્ષ પછી દક્ષિણ આફ્રિકામાં ગાંધીભાઈ ક્યાં? .લલિત ખંભાયતા. . . ૨૧૫

સાજસજ્જા

૫. ગાંધીજીની અક્ષરસૃષ્ટિ. . . . . . . . . . . . . . . . . . . . . . . .ચી. ના. પટેલ. . . ૨૧૮

અપૂર્વ આશર આવરણ ૧ [૧૯૧૪માં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ દરમિયાન મો. ક. ગાંધી]

૬. બા : મહાત્માનાં અર્ધાંગિની. . . . . . . . . . . . . . . . . . . . . સોનલ પરીખ. . . ૨૨૪ ૭. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૨૩૦

આવરણ ૪ પાઠ્યપુસ્તકોની રામાયણ [હરિજનબંધુ ૦૭-૦૫-૧૯૫૫] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (3–18)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 3 એ માર્ચ મહિનો અને 18 એ 2018નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૧૯૮


દક્ષિણ આફ્રિકા અને ગાંધીજી

જોહાનિસબર્ગમાં એક સમયે ગાંધીજીનું નિવાસસ્થાન રહે લા ‘સત્યાગ્રહ હાઉસ’માં ગાંધીજીની જીવન સફર દર્શાવતી તસવીર

24 મે, 1893થી 18 ઑગષ્ટ, 1914; દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ ગાળેલાં એકવીસ વર્ષોનો અભ્યાસ કરીએ તો આ વર્ષોમાંથી આપણને ‘મેકિંગ ઑફ મહાત્મા’ની તમામ વિગત મળશે. દક્ષિણ આફ્રિકાની જ ભૂમિ પર ગાંધીજીએ શાસકો સામે લડત આપવા સત્યાગ્રહની ચાવી શોધી, આશ્રમજીવનના પાયા પણ દક્ષિણ આફ્રિકામાં જ નંખાયા, કેળવણીના પ્રયોગો સારુ પણ દક્ષિણ આફ્રિકાની ભૂમિ નિમિત્ત બની. મો. ક. ગાંધી આ જ વર્ષોમાં ‘ગાંધીભાઈ’ તરીકે ઓળખાયા અને તેમની ખ્યાતિ દેશવિદેશ સુધી પહોંચી. ભવિષ્યમાં મોહનમાંથી મહાત્મા બનવાના બીજ પણ પરદેશની આ ભૂમિ પર વવાયાં હતાં. બે દાયકા સુધી ગાંધીજીની કર્મભૂમિ રહે લું દક્ષિણ આફ્રિકા તે કાળે કેવું હતું?, ત્યાંની સ્થિતિ કેવી હતી?, હિં દીઓનું ત્યાં અસ્તિત્વ શું હતું?, કેવી રીતે ત્યાં ગાંધીજીએ લાંબી લડત ઉપાડી?, કેવી રીતે પરદેશમાં તેઓ ત્યાંના શાસકોના સામે થયા?… આવા અનેક પ્રશ્નોના જવાબ ખુદ ગાંધીજીએ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ અને ‘આત્મકથા’માં આપ્યા છે. આ ઉપરાંત, આ ગાળાનું અઢળક દસ્તાવેજીકરણ થયું છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના આગમનને અને ત્યાર બાદ અઠવાડિયામાં જ પીટરમૅરિત્સબર્ગ સ્ટેશને રાત્રે બનેલી ઘટનાને સવાસો વર્ષ પૂર્ણ થયાં છે, ત્યારે ગાંધીજીના પ્રારં ભિક જાહે ર જીવનની કર્મભૂમિ રહે લા આફ્રિકાની તત્કાલિન પરિસ્થિતિની ઝલક મળી રહે તે ઉદ્દેશ્યથી આફ્રિકા અંગેના કેટલાક લેખો અહીં રજૂ કર્યા છે. આફ્રિકાના ઇતિહાસની વિગતો તો ખુદ ગાંધીજીની કલમે લખાયેલા દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસમાંથી આપી છે, જ્યારે ગાંધીના જીવનમાં ટર્નિંગ પૉઈન્ટ સમાન બની રહે લી પીટરમૅરિત્સબર્ગની ઘટના વિશે પહે લો ગિરમીટિયો નવલકથામાંથી સંપાદિત અંશ લીધા છે. આ ઉપરાંત, ગાંધીજીની દક્ષિણ આફ્રિકાથી વિદાયની એક ઝલક મળી રહે તે હે તુથી તે અંગેનો પણ એક લેખ અહીં આપ્યો છે. …

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

199


ઇતિહાસ મો. ક. ગાંધી

…આ વિશાળ પ્રદેશમાં હબસીઓની વસ્તી સન મોઢાને શોભે એવું મોટુ ં જ હોય છે, અને તેના ૧૯૧૪માં લગભગ પચાસ લાખ અને ગોરાઓની વસ્તી લગભગ તેર લાખ હતી. હબસીઓમાં ઝૂલુ વધારે માં વધારે કદાવર અને રૂપાળા ગણી શકાય. ‘રૂપાળા’ વિશેષણ હબસીઓને વિશે મેં ઇરાદાપૂર્વક વાપરે લું છે. સફે દ ચામડી અને અણિયાળા નાકમાં આપણે રૂપનું આરોપણ કરીએ છીએ; આ વહે મ જો ઘડીભર બાજુ એ મૂકીએ તો ઝૂલુને ઘડીને બ્રહ્માએ કંઈ કચાશ રાખી હોય એમ આપણને નહીં લાગે. સ્ત્રી અને પુરુષો બંને ઊંચાં અને ઊંચાઈના પ્રમાણમાં વિશાળ છાતીવાળાં હોય છે. આખા શરીરના સ્નાયુ રીતસર ગોઠવાયેલા અને ઘણા મજબૂત હોય છે. એની પિંડલીઓ અને બાહુ માંસથી ભરે લાં હં મેશાં ગોળાકાર જ જોવામાં આવે છે. સ્ત્રી અથવા પુરુષ વાંકાં વળીને કે ખૂંધ કાઢીને ભાગ્યે જ ચાલતાં જોવામાં આવશે. હોઠ અવશ્ય મોટા અને જાડા હોય છે, પણ આખા શરીરના આકારના પ્રમાણમાં હોઈ જરાયે બેડોળ છે એમ હં ુ તો નહીં કહં ુ . આંખ ગોળ અને તેજસ્વી હોય છે. નાક ચપટુ ં અને મોટા

માથાના ગૂંચળિયા વાળ તેની સીસમ જ ેવી કાળી અને ચળકતી ચામડીની ઉપર શોભી નીકળે છે. જો આપણે કોઈ ઝૂલુને પૂછીએ કે દક્ષિણ આફ્રિકામાં વસતી કોમોમાં સૌથી વધારે રૂપાળા એ કોને ગણશે તો એ દાવો તે પોતાની જાતને સારુ જ કરશે, અને તેમાં હં ુ તેનું જરાયે અજ્ઞાન નહીં જોઉં. જ ે પ્રયત્ન સૅન્ડો ઇત્યાદિ આજ ે યુરોપમાં તેમના શાગિર્દોના બાહુ, હાથ વગેરે અવયવો કેળવવાને કરે છે તેમાંના કંઈ જ પ્રયત્ન વિના કુ દરતી રીતે જ આ કોમના અવયવ ઘટ્ટ અને સુંદર આકારે બંધાયેલા જોવામાં આવે છે. ભૂમધ્યરે ષાની નજદીક રહે નારી વસ્તીની ચામડી કાળી જ હોવી જોઈએ એ કુ દરતી નિયમ છે અને કુ દરત જ ે જ ે ઘાટો ઘડે છે તેમાં સૌંદર્ય જ હોય છે એવું આપણે માનીએ તો સૌંદર્ય વિશેના આપણા સાંકડા અને એકદેશીય વિચારોમાંથી બચી જઈએ. એટલું જ નહીં પણ હિં દુસ્તાનમાં કેટલેક અંશે આપણને આપણી પોતાની જ ચામડી જો કાળાશ પડતી હોય તો જ ે અણછાજતાં શરમ

ડરબનની ગ્રે સ્ટ્રીટ : પ્રથમવાર દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર પગ મૂક્યો ત્યારે બારિસ્ટર મો. ક. ગાંધી અહીં રોકાયા હતા.

200

[ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


અને અણગમો ઊપજ ે છે તેમાંથી પણ આપણે મુક્ત થઈએ. આ હબસીઓ ઘાસમાટીના ગોળ કૂ બાઓ (ઝૂંપડાંઓ)માં વસે છે. એ કૂ બાને એક જ ગોળ દીવાલ હોય છે અને ઉપર ઘાસનું છાપરું. અંદર એક થાંભલાની ઉપર છાપરાનો આધાર હોય છે. વાંકા વળીને જ જઈ શકાય એવો એક નીચો દરવાજો તે જ હવાની આવજાનું સાધન. તેને બારણું ભાગ્યે જ હોય છે. આપણી જ ેમ એ લોકો પણ દીવાલ અને ભોંયને માટી અને લાદછાણથી લીંપે છે. એમ ગણાય છે કે આ લોકો કંઈ પણ ચોરસ ચીજ બનાવી શકતા નથી. પોતાની આંખને કેવળ ગોળ વસ્તુ જોવા-બનાવવામાં જ કેળવી છે. કુ દરત ભૂમિતિની સીધી લીટીઓ, સીધી આકૃ તિઓ બનાવતી જોવામાં આવતી નથી અને આ નિર્દોષ કુ દરતનાં બાળકોનું જ્ઞાન કુ દરતના તેમના અનુભવના ઉપર આધાર રાખનારું હોય છે. પોતાના આ માટીના મહે લમાં રાચરચીલું પણ એને લગતું જ હોય. યુરોપનો સુધારો દાખલ થયો તેના પહે લાં તો તેઓ પહે રવા-ઓઢવા સૂવા-બેસવાને સારુ ચામડાનો ઉપયોગ કરતા. ખુરશી, ટેબલ, પેટી ઇત્યાદિ રાખવા જ ેટલી જગ્યા પણ એ મહે લમાં ન જ હોય, અને આજ પણ નથી હોતાં, એમ ઘણે ભાગે કહી શકાય. હવે તેઓએ ઘરમાં કામળીઓ દાખલ કરે લી છે. બ્રિટિશ સત્તા દાખલ થઈ તેની પહે લાં સ્ત્રીપુરુષો લગભગ નગ્નાવસ્થામાં જ ફરતાં. હાલ પણ દેહાતોમાં ઘણા એ જ પ્રમાણે વર્તે છે. ગુહ્ય ભાગોને એક ચામડાથી ઢાંકે છે. કોઈ એટલો પણ ઉપયોગ ન કરે . પણ આનો અર્થ કોઈ વાંચનાર એવો ન કરે કે તેથી એ લોકો પોતાની ઇંદ્રિયોને વશ નથી રાખી શકતા. જ્યાં ઘણો સમુદાય એક રૂઢિને વશ થઈને વર્તતો હોય ત્યાં બીજા સમુદાયને એ રૂઢિ અયોગ્ય લાગતી હોય છતાં પહે લાની नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

દૃષ્ટિમાં મુદ્દલ દોષ ન હોય એ તદ્દન સંભવિત છે. આ હબસીઓ એકબીજાની તરફ જોયા કરવાને નવરા હોતા જ નથી. શુકદેવજી જ્યારે નગ્નાવસ્થામાં નાહતી સ્ત્રીઓની વચ્ચે થઈને ચાલ્યા ગયા ત્યારે ન એમના મનમાં જરાયે વિકાર થયો, ન એ નિર્દોષ સ્ત્રીઓને જરા પણ ક્ષોભ થયો, ન જરાયે શરમ જ ેવું લાગ્યું, એમ ભાગવતકાર કહે છે અને તેમાં મને કંઈ જ અમાનુષી નથી લાગતું. હિં દુસ્તાનમાં આજ ે આપણામાંનો કોઈ પણ એટલી સ્વસ્થતા એવે અવસરે ન અનુભવી શકે એ કંઈ મનુષ્યજાતની પવિત્રતાની હદ નથી, પણ આપણા પોતાના દુર્ભાગ્યની નિશાની છે. આમને આપણે જંગલી ગણીએ છીએ તે આપણા અભિમાનનો પડઘો છે. આપણે માનીએ છીએ એવા તેઓ જંગલી નથી. આ હબસીઓ જ્યારે શહે રમાં આવે છે ત્યારે તેઓની સ્ત્રીઓને સારુ એવો કાયદો છે કે તેઓએ છાતીથી ગોઠણ સુધીનો ભાગ ઢાંકવો જ જોઈએ. તેથી એ સ્ત્રીઓને અનિચ્છાએ પણ તેવું વસ્ત્ર વીંટાળવું પડે છે, અને તેને અંગે દક્ષિણ આફ્રિકામાં એ માપના કપડાનો બહોળો ઉઠાવ થાય છે અને એવી લાખો કામળો કે ચાદરો યુરોપથી દર વર્ષે આવે છે. પુરુષોને કેડથે ી ગોઠણ સુધી પોતાના અવયવો ઢાંકવાની ફરજ છે, તેથી તેઓએ તો યુરોપનાં ઊતરે લાં કપડાં પહે રવાની પ્રથા દાખલ કરી દીધેલી છે અને એમ નથી કરતા તે નેફાવાળી ચડ્ડીઓ પહે રે છે આ બધાં કપડાં યુરોપથી જ આવે છે. એઓનો મુખ્ય ખોરાક મકાઈ અને મળે ત્યારે માંસ. મસાલા વગેરેથી તેઓ સદ્ભાગ્યે કેવળ અજાણ્યા છે. એમના ખોરાકમાં મસાલા હોય અથવા તો હળદરનો રં ગ પણ ચડેલો હોય તો તેઓ નાક મરડશે, અને જ ે કેવળ જંગલી કહે વાય છે એ તો એને અડકશે પણ નહીં. મકાઈ આખી બાફે લી અને સાથે થોડુ ં મીઠુ ં લઈને એકીવખતે એક શેર ખાઈ 201


જવી એ સામાન્ય ઝૂલુને માટે જરાયે નવાઈની વાત ન ગણાય. મકાઈનો આટો પીસીને પાણીમાં ઉકાળી ઘેંસ બનાવી ખાઈને સંતોષ માને છે. જ્યારે જ્યારે માંસ મળી શકે ત્યારે કાચું અથવા પાકું બાફે લું અથવા ભૂંજ ેલું માત્ર મીઠાની સાથે ખાઈ જાય છે. ગમે તે પ્રાણીનું માંસ ખાતાં તેને આંચકો નહીં આવે. તેઓની ભાષા જાતિના નામની જ હોય છે. લેખનકળા ગોરાઓએ જ દાખલ કરી છે. હબસી કક્કા જ ેવી વસ્તુ નથી. રોમન લિપિમાં હાલ હબસી ભાષાઓમાં બાઇબલ વગેરે પુસ્તકો છપાયાં છે. ઝૂલુ ભાષા અત્યંત મધુર છે. ઘણાખરા શબ્દોને છેડ ે ‘આ’નો ઉચ્ચાર હોય છે, તેથી ભાષાના અવાજ કાનને હળવા અને મધુર લાગે છે. શબ્દોમાં અર્થ અને કાવ્ય બંને રહે લાં છે એમ મેં વાંચ્યું છે ને સાંભળ્યું છે. જ ે થોડા શબ્દોનું મને અનાયાસે જ્ઞાન મળ્યું તે ઉપરથી ભાષા વિશેનો ઉપરનો મત મને યોગ્ય જણાયો છે. શહે રો વગેરેનાં નામો યુરોપિયનોએ પાડેલાં જ ે મેં આપ્યાં છે તે બધાંનાં મધુર અને કાવ્યમય હબસી નામો છે જ. મને યાદ નહીં હોવાથી હં ુ તે નથી આપી શક્યો. હબસીઓનો ધર્મ ખ્રિસ્તી પાદરીઓના મત પ્રમાણે તો કંઈ જ ન હતો અને નથી એમ કહે વાય. પણ ધર્મનો વિસ્તીર્ણ અર્થ લઈએ તો કહી શકાય કે પોતે નથી ઓળખી શકતા એવી અલૌકિક શક્તિને તેઓ જરૂર માને છે અને પૂજ ે છે. એ શક્તિથી ડરે છે પણ ખરા. શરીરનાશની સાથે મનુષ્યનો સર્વથા નાશ નથી થતો એમ પણ તેઓને ઝાંખું ઝાંખું ભાસે છે. જો નીતિને આપણે ધર્મનો પાયો ગણીએ તો તેઓ નીતિ માનનારા હોઈ ધર્મી પણ ગણી શકાય. સાચ અને જૂ ઠનો તેમને પૂરો ખ્યાલ છે. પોતાની સ્વાભાવિક અવસ્થામાં જ ેટલે દરજ્જે તેઓ સત્યને જાળવે છે તેટલે દરજ્જે ગોરાઓ અથવા આપણે જાળવીએ છીએ કે નહીં એ શક202

ભરે લી વાત છે. દેવળો વગેરે તેઓને હોતાં નથી. બીજી પ્રજાઓની જ ેમ તેઓમાં પણ ઘણી જાતના વહે મો જોવામાં આવે છે. વાંચનારને આશ્ચર્ય થશે કે શરીરની મજબૂતીમાં જગતમાં કોઈ પણ કોમથી ન ઊતરે એવી આ કોમ ખરે એટલી મોળી છે કે ગોરા બાળકને જુ એ તોપણ ડરે છે. જો કોઈ તેની સામે રિવૉલ્વર તાકે તો કાં તો તે ભાગી જશે અથવા તો એવો મૂઢ બની જશે કે તેનામાં ભાગવાની તાકાત પણ નહીં રહે . આનું કારણ તો છે જ. મૂઠીભર ગોરાઓ આવી જંગી અને જંગલી કોમને વશ કરી શક્યા છે એ કોઈ જાદુ હોવું જોઈએ એમ તેને ઠસી ગયું છે. તેને ભાલાનો અને તીરકામઠાનો ઉપયોગ તો સારી રીતે આવડતો હતો. તે તો છીનવી લેવામાં આવ્યાં છે. બંદૂક તો કોઈ દિવસ ન જોયેલી, ન ફોડેલી. જ ેને નથી દીવાસળી લગાવવી પડતી, નથી હાથની આંગળી ચલાવવા સિવાય બીજી કંઈ ગતિ કરવી પડતી, છતાં એક નાનીસરખી ભૂંગળીમાંથી એકાએક અવાજ નીકળે છે, ભડકો જોવાય છે અને ગોળી વાગી ક્ષણમાત્રમાં માણસના પ્રાણ જાય છે એ તેનાથી સમજી શકાતું નથી. એથી એ સદાય એ વસ્તુ વાપરનારના ડરથી બેબાકળો રહે છે. તેણે અને તેના બાપદાદાઓએ અનુભવ્યું છે કે એવી ગોળીઓએ અનેક નિરાધાર અને નિર્દોષ હબસીઓના પ્રાણ લીધા છે. તેનું કારણ તેઓમાં ઘણા આજ લગી પણ જાણતા નથી. આ કોમમાં ધીમે ધીમે ‘સુધારો’ પ્રવેશ કરતો જાય છે. એક તરફથી ભલા પાદરીઓ તેઓ સમજ્યા છે તે રૂપમાં ઈશુ ખ્રિસ્તનો સંદેશો તેઓને પહોંચાડે છે. તેઓને સારુ નિશાળ ખોલે છે, અને સામાન્ય અક્ષરજ્ઞાન આપે છે. એમના પ્રયત્નથી કેટલાક ચારિત્ર્યવાન હબસીઓ તૈયાર થયા છે. પણ ઘણા જ ેઓ અત્યાર સુધી અક્ષરજ્ઞાનની ખામીને લીધે, [ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સુધારાના પરિચયને અભાવે, અનેક અનીતિઓમાંથી મુક્ત હતા તેઓ આજ પાખંડી પણ બન્યા છે. સુધારાના પ્રસંગમાં આવેલા હબસીમાંથી ભાગ્યે જ કોઈ દારૂની બદીમાંથી બચ્યા હોય અને તેઓના મસ્તાન શરીરમાં જ્યારે દારૂનો પ્રવેશ થાય છે ત્યારે તેઓ કેવળ દીવાના બને છે અને ન કરવાનું બધું કરી નાખે છે. સુધારો વધવો એટલે હાજતો વધવી એ તો બે ને બે ચાર જ ેવો સીધો મેળ છે. હાજતો વધારવાને અર્થે કહો, બધાને માથાવેરો, કૂ બાવેરો આપવો પડે છે. એ વેરો નાખવામાં ન આવે તો આ પોતાનાં ખેતરોમાં રહે નારી કોમ ભોંયની અંદર સેંકડો ગજ ઊંડી ખાણોમાં સોનું કે હીરા કાઢવાને ઊતરે નહીં અને જો ખાણોને સારુ એમની મજૂ રી ન મળી શકે તો સોનું અથવા તો હીરા પૃથ્વીનાં આંતરડાંમાં જ રહી જાય. તેમ જ યુરોપનિવાસીઓને નોકરવર્ગ પણ તેઓની ઉપર કર નાખ્યા વિના મળવો મુશ્કેલ છે. પરિણામ એ આવ્યું છે કે ખાણોની અંદર કામ કરતા હજારો

હબસીઓને બીજાં દરદોની સાથે એક જાતનો ક્ષયરોગ પણ થાય છે કે જ ે ‘માઇનર્સ થાઇસિસ’ને નામે ઓળખાય છે. તે રોગ પ્રાણહર છે. તેના પંજામાં આવ્યા પછી થોડા જ ઊગરી શકે છે. આવા હજારો માણસો એક ખાણની અંદર રહે , પોતાનાં બાળબચ્ચાં સાથે ન હોય એવી સ્થિતિમાં એ કેટલો સંયમ જાળવી શકે એ વાંચનાર સહે જ ે વિચારી શકશે. તેને પરિણામે થતાં દરદોના પણ આ લોકો ભોગ થઈ પડે છે. દક્ષિણ આફ્રિકાના વિચારશીલ ગોરાઓ પણ આ ગંભીર પ્રશ્નનો વિચાર નથી કરતા એમ નથી. તેઓમાંના કેટલાક અવશ્ય માને છે કે સુધારાની અસર આ કોમ ઉપર એકંદરે સારી પડી છે એવો દાવો ભાગ્યે જ કરી શકાય. એની નઠારી અસર તો હરકોઈ માણસ જોઈ શકે છે. આ મહાન દેશમાં જ્યાં આવી નિર્દોષ કોમ વસતી હતી ત્યાં લગભગ ચારસો વરસ પૂર્વે વલંદા લોકોએ થાણું નાખ્યું.

ઈ. સ. 1888માં દક્ષિણ આફ્રિકાના નાતાલમાં વસેલા એક ભારતીય પરિવારની તસવીર

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

[તસવીર : લાઇબ્રેરી ઑફ ધ સાઉથ આફ્રિકન પાર્લમેન્ટ]

203


… વલંદા એટલે ડચ એ મારે જણાવવાની જરૂર ન હોવી જોઈએ. આ લોકો જ ેટલા બહાદુર લડવૈયા હતા અને છે તેટલા જ કુ શળ ખેડૂત હતા અને આજ ે પણ છે. તેઓએ જોયું કે પોતાની આસપાસનો મુલક ખેતીને સારુ બહુ લાયક છે. તેઓએ જોયું કે ત્યાંના વતની વરસમાં થોડો જ વખત કામ કરીને સહે લાઈથી પોતાનો ગુજારો કરી શકે છે. તેઓની પાસેથી મજૂ રી કેમ ન લઈ શકાય? વલંદાની પોતાની પાસે કળા હતી, બંદૂક હતી, મનુષ્યોને બીજાં પ્રાણીઓની જ ેમ કેમ વશ કરવા એ તેઓ જાણી શકતા હતા. એમ કરવામાં ધર્મનો કશોયે બાધ નથી એવી તેમની માન્યતા હતી. એટલે પોતાના કાર્યની યોગ્યતાને વિશે જરાયે શંકાશીલ થયા વિના તેઓએ દક્ષિણ આફ્રિકાના વતનીઓની મજૂ રી વડે ખેતી વગેરે શરૂ કર્યાં … આ જ વલંદા અથવા ડચ લોકો એ દક્ષિણ આફ્રિકામાં ‘બોઅર’ને નામે ઓળખાવા લાગ્યા. તેઓએ પોતાની ભાષા તો જ ેમ બાળક માતાને સેવે છે તેવી રીતે સેવીને જાળવી રાખી છે. પોતાની સ્વતંત્રતાને પોતાની ભાષાની સાથે અતિશય નિકટ સંબંધ છે એ વાત તેઓના હાડમાં પસરી ગયેલી છે. ઘણા હુમલા થયા છતાં તેઓ પોતાની માતૃભાષાને સાચવી રહ્યા છે. આ ભાષાએ ત્યાંના લોકોને અનુકૂળ આવે એવું નવું સ્વરૂપ પકડ્યું છે. હોલૅન્ડની સાથે પોતાનો નિકટ સંબંધ રાખી નહીં શક્યા એટલે જ ેમ સંસ્કૃતમાંથી પ્રાકૃ ત ભાષાઓ થઈ છે તેમ ડચમાંથી અપભ્રષ્ટ ડચ બોઅર લોકો બોલતા થઈ ગયા. પણ હવે તેઓ પોતાનાં બાળકો ઉપર બિનજરૂરી બોજો મૂકવા નથી ઇચ્છતા તેથી તેઓએ આ પ્રાકૃ ત બોલીને સ્થાયી રૂપ આપ્યું છે અને તે ‘ટાલ’ નામે ઓળખાય છે. તેમાં જ ત્યાંનાં પુસ્તકો લખાય છે. બાળકોની કેળવણી તેમાં અપાય છે, અને ધારાસભામાં બોઅર સભાસદો ‘ટાલ’ 204

ભાષામાં જ પોતાનાં ભાષણો આપે છે. યુનિયન પછીથી આખા દક્ષિણ આફ્રિકામાં બંને ભાષા—ટાલ અથવા ડચ અને અંગ્રેજી— એકસરખી પદવી ભોગવે છે, તે એટલે સુધી કે ત્યાંનાં સરકારી ગૅઝેટ બંને ભાષામાં પ્રગટ થવાં જોઈએ અને ધારાસભાની કારભાર બંને ભાષામાં છપાવો જોઈએ. બોઅર લોકો સાદા, ભોળા અને ધર્મચુસ્ત છે. તેઓ વિશાળ ખેતરોમાં વસે છે. આપણને ત્યાંનાં ખેતરોના વિસ્તારનો ખ્યાલ ન આવી શકે. આપણા ખેડૂતનાં ખેતરો એટલે બેત્રણ વીઘાં જમીન. એથી પણ ઓછી હોય. ત્યાંનાં ખેતરો એટલે સેંકડો અથવા હજારો વીઘાં જમીન એક-એક માણસના તાબામાં હોય. એ બધી જમીનને તુરત ખેડવાનો લોભ પણ આ ખેડૂતો રાખતા નથી અને કોઈ દલીલ કરે તો કહે છે કે “છો પડી. જ ેમાં અમે વાવેતર નહીં કરીએ તેમાં અમારી પ્રજા કરશે.’’ દરે ક બોઅર લડવામાં પૂરેપૂરો કુ શળ હોય છે અને માંહોમાંહે ભલે વઢેઝઘડે પણ તેઓને પોતાની સ્વતંત્રતા એટલી બધી પ્રિય હોય છે કે જ્યારે તેની પર હુમલો થાય ત્યારે બધા બોઅર તૈયાર થઈ જાય છે અને એક શરીરની માફક ઝૂઝે છે. તેઓને ભારે કવાયત વગેરેની જરૂર હોતી નથી કેમ કે લડવું એ આખી કોમનો સ્વભાવ કે ગુણ છે. … બોઅર ઓરતોએ પણ પોતાની સ્વતંત્રતા જાળવવાની ખાતર ગમે તેટલું દુઃખ સહન કરવું પડે તોપણ તે ધર્મનું ફરમાન છે એમ સમજી ધીરજથી અને આનંદથી બધી આપત્તિઓ વેઠી. ઓરતોને નમાવવાને સારુ મરહૂમ લૉર્ડ કિચનરે ઉપાયો કરવામાં કચાશ નથી રાખી. નોખા નોખા વાડાઓમાં તેઓને પૂરી. ત્યાં તેઓની ઉપર અસહ્ય વિપત્તિઓ પડી. ખાવાપીવાના સાંસા; ટાઢથી, તડકાથી સોસાઈ જાય. કોઈ શરાબ પી ગાંડો થયેલો અથવા તો વિષયના આવેશમાં ભાન ભૂલી ગયેલો [ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સોલ્જર આ ધણી વિનાની ઓરતો ઉપર હુમલો પણ કરે . આ વાડાઓમાં અનેક પ્રકારના ઉપદ્રવો પેદા થાય, ઇત્યાદિ. એમ છતાં આ બહાદુર ઓરતો નમી નહીં અને છેવટે કિંગ એડવર્ડે જ લૉર્ડ કિચનરને લખ્યું કે, “આ મારાથી સહન થઈ શકતું નથી. જો બોઅરને નમાવવાનો આપણી પાસે આ જ ઇલાજ હોય તો એના કરતાં હં ુ ગમે તેવી સુલેહ પસંદ કરું છુ .ં લડાઈને તમે જલદીથી સંકેલજો.” આ બધાં દુઃખનો અવાજ જ્યારે ઇંગ્લૅન્ડમાં પહોંચ્યો ત્યારે અંગ્રેજી પ્રજાનું મન પણ દુખિત થયું. બોઅરની બહાદુરીથી એ પ્રજા આશ્ચર્યચકિત થઈ હતી. એવડી નાનકડી કોમે દુનિયાને ઘેરનારી સલ્તનતને હં ફાવી એ અંગ્રેજ પ્રજાના મનને ખૂંચ્યા જ કરતું હતું, પણ જ્યારે આ વાડાઓની અંદર ગોંધાઈ રહે લી ઓરતોના દુઃખનો નાદ તે ઓરતોની મારફતે નહીં, તેમના મરદોની મારફતે પણ નહીં— તે તો રણમાં જ ઝૂઝી રહ્યા હતા—પણ છૂટા છવાયાં ઉદારચરિત અંગ્રેજ સ્ત્રીપુરુષો જ ે દક્ષિણ આફ્રિકામાં હતાં તેઓની મારફતે પહોંચ્યો ત્યારે અંગ્રેજ પ્રજા વિમાસવા માંડી. મરહૂમ સર હે નરી કૅ મ્પબેલ બૅનરમૅને અંગ્રેજ પ્રજાનું હૃદય ઓળખ્યું અને તેણે લડાઈની સામે ગર્જના કરી. મરહૂમ સ્ટેડે જાહે ર રીતે ઈશ્વર પ્રત્યે પ્રાર્થના કરી અને બીજાઓને તેમ કરવા પ્રેર્યા કે એ લડાઈમાં ઈશ્વર અંગ્રેજને હરાવે. આ દૃશ્ય ચમત્કારિક હતું. ખરે ખરું દુઃખ ખરે ખરી રીતે વેઠાયેલું પથ્થર જ ેવા હૃદયને પણ પિગળાવી નાખે છે એ એવા દુઃખનો એટલે તપશ્ચર્યાની મહિમા છે, અને તેમાં જ સત્યાગ્રહની ચાવી છે. પરિણામ એ આવ્યું કે ફ્રીનિખનની સુલેહ થઈ અને છેવટે દક્ષિણ આફ્રિકનાં ચારે સંસ્થાનો એક કારભાર નીચે આવ્યાં. જોકે આ સુલેહની વાત હરે ક અખબાર વાંચનાર હિં દીની જાણમાં છે, છતાં એકબે એવી હકીકત છે કે જ ેનો ખ્યાલ સરખો नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

પણ ઘણાને હોવાનો સંભવ નથી. ફ્રીનિખનની સુલેહ થવાની સાથે જ દક્ષિણ આફ્રિકાનાં ચારે સંસ્થાનો જોડાઈ ગયાં એમ ન હતું, પણ દરે કને પોતાની ધારાસભા હતી. તેનું કારભારી મંડળ એ ધારાસભાને પૂરેપૂરી રીતે જવાબદાર ન હતું.1 આવો સંકુચિત હક જનરલ બોથાને કે જનરલ સ્મટ્સને ન જ સંતોષે. છતાં લૉર્ડ મિલ્નરે વર વિનાની જાન ચલાવવાનું યોગ્ય ધાર્યું. જનરલ બોથા ધારાસભામાંથી અલગ રહ્યા. તેણે અસહકાર કર્યો. સરકારની સાથે સંબંધ રાખવાની ચોખ્ખી ના પાડી. લૉર્ડ મિલ્નરે તીખું ભાષણ કર્યું, અને જણાવ્યું કે જનરલ બોથાએ એટલો બધો ભાર પોતાની ઉપર છે એમ માની લેવાની જરૂર નથી, રાજવહીવટ તેના વિના પણ ચાલી શકશે. બોઅરોની બહાદુરી, તેઓની સ્વતંત્રતા, તેઓનો આપભોગ, એ વિશે વગર સંકોચે મેં લખ્યું છે, છતાં વાંચનારની ઉપર એવી છાપ પાડવાનો મારો ઇરાદો ન હતો કે સંકટને સમયે પણ એઓમાં મતભેદ ન હોઈ શકે અથવા તો કોઈ નબળા ન જ હોય. બોઅરોમાં પણ સહે જ ે રાજી થઈ જનાર પક્ષ લૉર્ડ મિલ્નર ઊભો કરી શક્યા, અને માની લીધું કે એઓની મદદ વડે ધારાસભાને પોતે દીપાવી શકશે. એક નાટકકાર પણ પોતાના નાટકને મુખ્ય પાત્ર વિના શોભાવી નથી શકતો, તો આ આકરા સંસારમાં કારભાર ચલાવનાર માણસ મુખ્ય પાત્રને વીસરી જાય અને સફળ થવાની ઉમેદ રાખે એ ગાંડો ગણાય. એવી જ દશા ખરે ખર લૉર્ડ મિલ્નરની થઈ અને એમ પણ કહે વાતું હતું કે પોતે ધમકી તો આપી, પણ ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટનો વહીવટ જનરલ બોથા વિના ચલાવવો એટલો તો મુશ્કેલ થઈ ગયો કે લૉર્ડ મિલ્નર પોતાના બગીચામાં ચિંતાતુર અને 1. ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટની પદ્ધતિ ‘ક્રાઉન કૉલોની’ના ધોરણની હતી 205


બેબાકળા થયેલા જોવામાં આવતા હતા! જનરલ બોથાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ફ્રીનિખનના સુલેહનામાનો અર્થ તેઓ ચોખ્ખો સમજ્યા હતા કે બોઅર લોકોને પોતાની આંતરવ્યવસ્થાનો પૂરેપૂરો અધિકાર તુરત મળશે અને તેમણે કહ્યું કે જો એવું ન હોત તો કદી તે પર પોતે સહી ન કરત. લૉર્ડ કિચનરે તેના જવાબમાં એમ જણાવેલું કે એવી જાતનો કશોયે ભરોસો જનરલ બોથાને તેમણે આપેલો ન હતો. ધીમે ધીમે બોઅર પ્રજા જ ેમ જ ેમ વિશ્વાસપાત્ર નીવડે તેમ તેમ તેઓને સ્વતંત્રતા મળતી જશે! હવે આ બેની વચ્ચે ઇન્સાફ કોણ કરે ? કોઈ પંચની વાત કહે તોપણ જનરલ બોથા શાને કબૂલ થાય? તે વખતે વડી સરકારે જ ે ન્યાય કર્યો એ એમને સંપર્ણ રીતે શોભાવનારો હતો. એ સરકારે કબૂલ રાખ્યું કે સામેનો પક્ષ—તેમાંયે વળી નબળો પક્ષ—સમાધાનનો જ ે અર્થ સમજ ેલો હોય તે અર્થ સબળા પક્ષે કબૂલ રાખવો જ જોઈએ. ન્યાય અને સત્યને ધોરણે તો હં મેશાં એ જ અર્થ ખરો હોય. મારા કહે વાનો મેં મારા મનમાં ગમે તેવો અર્થ રાખેલો હોય છતાં તેની જ ે છાપ વાંચનાર અથવા સાંભળનારના મન ઉપર પડતી હોય તે જ અર્થમાં મેં મારું વચન કે લખાણ કહ્યું કે લખ્યું એમ મારે તેઓના પ્રત્યે કબૂલ રાખવું જ જોઈએ. આ સોનેરી નિયમનું પાલન આપણે વ્યવહારમાં ઘણી વખત નથી કરતા, તેથી જ ઘણી તકરારો થાય છે અને સત્યને નામે અર્ધ સત્ય—એટલે ખરું જોતાં દોઢ અસત્ય— ઉપયોગમાં લેવાય છે.

આમ જ્યારે સત્યની—એટલે અહીં જનરલ બોથાની—પૂરી જીત થઈ ત્યારે તેઓ કામે વળગ્યા અને પરિણામે બધી સંસ્થાઓ એકત્ર થઈ અને દક્ષિણ આફ્રિકાને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. વાવટો યુનિયન જૅક છે, નકશામાં એ પ્રદેશનો રં ગ લાલ છે, છતાં દક્ષિણ આફ્રિકા સંપૂર્ણ રીતે સ્વતંત્ર જ છે એમ માનવામાં કશી અતિશયતા નથી. એક પાઈ પણ બ્રિટિશ સલ્તનત દક્ષિણ આફ્રિકાના કાર્યકર્તાઓની સંમતિ વિના દક્ષિણ આફ્રિકામાંથી લઈ ન શકે. એટલું જ નહીં પણ બ્રિટિશ પ્રધાનોએ કબૂલ કર્યું છે કે જો દક્ષિણ આફ્રિકા બ્રિટિશ વાવટો કાઢી નાખવા ઇચ્છે અને નામથી પણ સ્વતંત્ર થવા ઇચ્છે તો તેને કોઈ રોકી શકે એમ નથી અને જો આજ ે દક્ષિણ આફ્રિકાના ગોરાઓએ એ પગલું નથી ભર્યું તો તેનું સબળ કારણ છે. એક તો એ કે બોઅર પ્રજાના આગેવાનો ચાલાક અને સમજુ છે. બ્રિટિશ સલ્તનતની સાથે જ ેમાં પોતાને કાંઈ પણ ખોવાનું નથી એવી જાતનું સહિયારું અથવા એવી જાતનો સંબંધ તે રાખે તો કંઈ અયોગ્ય નથી. પણ એ ઉપરાંત બીજુ ં વ્યાવહારિક કારણ પણ છે, અને તે એ કે નાતાલમાં અંગ્રેજોની સંખ્યા વધારે છે, કેપ કૉલોનીમાં અંગ્રેજોની સંખ્યા ઘણી છે જોકે બોઅર કરતાં વધારે નથી, અને જોહાનિસબર્ગમાં કેવળ અંગ્રેજી અસર જ છે. તેથી બોઅર કોમ સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય આખા દક્ષિણ આફ્રિકામાં સ્થાપવાને ઇચ્છે તો ઘરમાં જ તકરાર દાખલ કરવા જ ેવું થાય અને કદાચ માંહોમાંહે લડાઈ પણ જાગે. તેથી દક્ષિણ આફ્રિકા બ્રિટિશ સંસ્થાન ગણાય છે. 

“એ ઇતિહાસનાં સ્મરણો ઉપરથી હં ુ જોઉં છુ ં કે, આપણી આજની સ્થિતિમાં એક પણ વસ્તુ એવી નથી કે જ ેનો અનુભવ નાના પાયા ઉપર દક્ષિણ આફ્રિકામાં મને ન થયો હોય. આરં ભનો એ જ ઉત્સાહ, એ જ સંપ, એ જ આગ્રહ; મધ્યમાં એ જ નિરાશા, એ જ અણગમો, આપસઆપસમાં ઝઘડા ને દ્વેષાદિ; તેમ છતાં મૂઠીભર લોકોમાં અવિચળ શ્રદ્ધા, દૃઢતા, ત્યાગ, સહિષ્ણુતા તેમ જ અનેક પ્રકારની ધારે લી-અણધારે લી મુસીબતો.” [नवजीवन, 5-7-1925]

206

મો. ક. ગાંધી

[ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


પીટરમૅરિત્સબર્ગ, પ્રથમ વર્ગ અને પહેલો ગિરમીટિયો ગિરિરાજ કિશોર

…મોહનદાસ પોતાની સાથે કેટલાંક પુસ્તકો

લાવ્યો હતો. ગીતા, રામાયણ, નરસિંહ મહે તાનાં ભજનો વગેરે. ઘણા દિવસ પછી એણે ગીતા ખોલી. જ ે પાનું ખોલ્યું તે પર એક શ્લોક હતો. વૃક્ષોમાં હં ુ પીપળો છુ .ં ગાયોમાં હં ુ કપિલા છુ .ં વર્ણોમાં હં ુ બ્રાહ્મણ છુ .ં બ્રાહ્મણ કેમ? એને પોતાના મિત્ર ઉકાની યાદ આવી. ઉકો કેમ નહીં? બા હં મેશાં એની સાથે રમવાની ના પાડતી હતી. હં ુ અધર્મથી ડરું છુ .ં અછૂતનો સ્પર્શ કરવો તે પાપ છે. એમ કહે તી હતી. છતાં એ ઉકાની સાથે રમતો હતો. રમીને આવે ત્યારે બા એને બહાર બેસાડીને પાણી રે ડીને નવડાવી દેતી હતી. એ ફરી પાછો ઉકાની સાથે રમવા ઊપડી જતો હતો. એને થયું, અહીં તો બધા જ ઉકા છે. દાદા અબદુલ્લા, એ પોતે… જ ેઓ ભારતથી આવ્યા છે તે બધા જ. બ્રાહ્મણ હોય તો માત્ર ગોરાઓ જ. એનું મન વિક્ષુબ્ધ થઈ ગયું. ભારત અહીં કેવી રીતે આવી ગયું? કોઈકે દરવાજો ખખડાવ્યો. અબદુલ્લા શેઠ બોલાવતા હતા. મોહનદાસ તૈયાર થઈને ત્યાં પહોંચ્યો ત્યારે દાદા અબદુલ્લા મુનીમોને સૂચના આપતા હતા : “ગાંધીભાઈને પ્રિટોરિયા જવું છે. પ્રથમ વર્ગની એક ટિકિટ લાવવાની છે.” મુનીમે ધીમેથી કહ્યું : “પ્રથમ વર્ગ તો ગોરાઓ માટે હોય છે.” “આપણે શું વિલાયતમાં ભણેલા એક બૅરિસ્ટરને હબસીઓની સાથે ડમણિયામાં મોકલવાના છે?” મુનીમે ખભા ઉલાળ્યા અને ચાલતો થઈ ગયો. મોહનદાસને જોઈને દાદા અબદુલ્લા મરક મરક नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

પીટરમૅરિત્સબર્ગ ઘટનાની પ્રતિકાત્મક તસવીર

હસવા લાગ્યા. “આવો ગાંધીભાઈ, લો, તમારું કામ શરૂ. મિ. બેકરનો પત્ર છે,” કહી પત્ર એમણે મોહનદાસને આપી દીધો. મિ. બેકરે લખ્યું હતું : “કેસની તૈયારી માટે કોઈ વિશ્વાસપાત્ર માણસને મોકલો કાં તો તમે આવો.” “પણ કેસની બાબતમાં હં ુ તો કંઈ જાણતો જ નથી. કેસ સમજવામાં થોડો વખત તો લાગે.” “તે જ ેટલો વખત લેવો હોય તેટલો લોને. આવતા અઠવાડિયાની ટિકિટ મંગાવી છે.” મોહનદાસ જવાબ આપતાં આપતાં અટકી ગયો. શું દાદા અબદુલ્લાને એ સાફ સાફ કહી દે કે હિસાબકિતાબની બાબતમાં એ સાવ ઠોઠ નિશાળિયો છે? પણ એ એમ કેમ કહી શકે? આટલે બધે દૂરથી ખાસ આ કામ માટે જ તો એ આવ્યો છે. છેવટે એણે નિર્ણય કર્યો કે “ન તો એ દાદા અબદુલ્લાને ના પાડશે કે ન તો પ્રિટોરિયા જઈને મિ. બેકરને એમ કહે શે કે આ કામ માટે પોતે લાયક નથી.” 207


આખી રાત એણે ફાઈલ જોઈ. કેટલીક નોંધો પણ કરી. સવારે સૌપ્રથમ એ કૅ શિયરની પાસે ગયો. એ વાતોડિયો હતો. એના કહ્યા વિના જ એણે પોતાની વાત કહે વા માંડી : “તમામ જવાબદારી મારે માથે જ છે. ખૂનપસીનો એક કરીને મેં આ કંપનીની જમાવટ કરી છે.” મોહનદાસે કહે વું પડ્યું : “હા, હા, વાત સાચી છે. તમે ન હોત તો આ કંપનીનું ઉઠમણું જ થઈ ગયું હોત.” એણે મોહનદાસ તરફ જોયું. આ ક્યાંક મારી ફિલમ તો નથી ઉતારતો ને? ત્યાંથી ઊઠીને એ સીધો દાદા અબદુલ્લા પાસે ગયો. એમને કહ્યું : “અબદુલ્લા શેઠ, ખાતાવહીને લગતા પ્રશ્નો ક્યારે ય મારી પાસે આવ્યા નથી. આ આખી ફાઈલ મારે માટે સમસમની જ ેમ છે. પહે લાં તો ઘૂસવું જ મુશ્કેલ. ઘૂસી ગયા પછી નીકળવું મુશ્કેલ. એની ચાવી તમારી પાસે છે.” અબદુલ્લા શેઠ હસી પડ્યા : “ગાંધીભાઈ, હં ુ તો અભણ માણસ છુ .ં પણ તમારા જ ેવાઓની સાથે ઊઠતાંબેસતાં થોડાક અંગ્રેજી શબ્દો આવડી ગયા છે. મિ. બેકર કહ્યા કરે છે : ઍપ્લિકેશન ઇઝ કૉમનસેન્સ ઇઝ લૉ. હિસાબકિતાબ પણ કૉમનસેન્સ જ ેવો જ છે. જ ેમ જ ેમ આવે તેમ તેમ લખતા જાઓ. ખર્ચ કરો લખતા જાઓ. જ ે આપ્યું તે લખી લો. જ ે મેળવ્યું તે લખી લો. જ ે ખોયું તે લખી લો. લેવડદેવડ, ખરીદ-વેચાણ, નફો-નુકસાન, બધું કાગળ પર હોય તો ઇમારત ઊભી રહે શે. એ જ વાત આ બાબતમાં પણ લાગુ પડે છે. જ ે માલ અમે તૈયબ શેઠને આપ્યો છે, જ ે ચુકવણું એમણે કર્યું છે, તે બધાંની નોંધ છે. અમારે જ ે લેવાનું છે તેની તપસીલ પણ ખાતાંવાર છે. એ લોકો સંમત થતા નથી. એમની પાસે હિસાબ હોય તે રજૂ કરે . હવે કરવાનું છે આટલું જ — કાયદાને એવી રીતે રજૂ કરો કે અદાલત સાચી વાતને સાચી માને.” 208

મોહનદાસે કાગળો ફે રવતાં ફે રવતાં પૂછ્યું : “તમારો દાવો શું છે?” “તૈયબ શેઠ મોટા વેપારી છે. અમારા સગા પણ છે. એમની કંપનીને અમે માલ મોકલ્યો છે. થોડુકં ચુકવણું થયું છે. જ ે નથી થયું તેની ઉપર વ્યાજનું વ્યાજ ચઢતું ગયું છે. હં ુ જાણું છુ .ં 40,000 પાઉન્ડનું કરજ આપવું તે કોઈ પણને માટે મુશ્કેલ છે. આપનારા આપે પણ છે. ન આપનારા ગલ્લાંતલ્લાં કરે છે. અમારી પાસે એમણે લખેલ પી. નોટ છે. એ જ અમારો આધાર છે. તેઓ સાચને જૂ ઠથી કાપવા માગે છે. આ જ અમારી લડાઈ છે.” મોહનદાસને દાદા અબદુલ્લાની વાતમાં સચ્ચાઈ છે તેવું દેખાયું. એને થયું, એણે અડધી યાત્રા પૂરી કરી લીધી છે. એણે કહ્યું : “હં ુ જવા તૈયાર છુ .ં ” દાદા અબદુલ્લાએ એમના તરફ ધ્યાનથી જોયું. એમને પહે લી વાર એમના ચહે રા પર દૃઢતાની પ્રતીતિ થઈ. એમણે પૂછ્યું : “તમે ત્યાં ઊતરશો ક્યાં?” એમના આ પ્રશ્નથી મોહનદાસ ચેતી ગયા. થોડોક વિચાર કરીને પછી કહ્યું : “આમ તો મિ. બેકર જ્યાં રાખશે ત્યાં જ રહીશ. પણ એમને કોઈ તકલીફ પડે તો હં ુ જાતે જ મારી વ્યવસ્થા કરી લઈશ.” “પણ…” “હં ુ પૂરી જવાબદારી સાથે કહે વા માગું છુ .ં મારી ઉપર વિશ્વાસ રાખજો. તમારો કોઈ કાગળ કે કોઈ ખાનગી વાત બહાર નહીં જાય. તૈયબ શેઠ સાથે સંબંધો બાંધવાનો કોઈ સવાલ જ નથી, પણ એમની સાથે સામાન્ય પરિચય કરવામાં કે હળવા-મળવામાં કંઈ નુકસાન પણ નથી, એવું મને લાગે છે.” અબદુલ્લા શેઠ મોહનદાસની વાતો ચકિત થઈને સાંભળી રહ્યા હતા. ત્યાં એમણે ફરી કહ્યું : “આપણે દરે ક વિકલ્પ ખુલ્લો રાખવો જોઈએ, હં ુ તો મારાથી બને તો આ કેસ ઘરમેળે પતે એવું જ કરું. છેવટે તો તૈયબ શેઠ તમારા સગા જ છે ને? સમાધાન [ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


થઈ જાય તો સંબંધો પણ સુધરશે. તમારા પૈસાને પણ આંચ નહીં આવે, પણ એ તો તમે બંને ઇચ્છો તો જ બને.” અબદુલ્લા શેઠ થોડી વાર ચૂપ રહ્યા. પછી કહે  : “સમાધાન સારી વસ્તુ છે. ભાંગતૂટમાંથી બચાવે છે.” “મેં તો માત્ર એક શક્યતા રજૂ કરી. એવું બને જ તેની ખબર નથી.” “અમે બંને એકબીજાને બરાબર ઓળખીએ છીએ. તૈયબ શેઠ એવા તલ નથી, જ ેમાંથી તેલ નીકળે જ. દબાણ વિના તેલ નીકળતું નથી. જ ે કંઈ કરો તે ચેતીને કરજો.” “બસ, બસ, મારે આ જ જાણવું હતું. તમે મારી ઉપર કેટલો વિશ્વાસ મૂકી શકશો અને કેટલી છૂટ આપી શકશો. હં ુ તૈયબ શેઠને મળીને સમજાવવાની કોશિશ કરીશ કે સચ્ચાઈની તાકાત અસાધારણ હોય છે.” ટ્નરે ની ટિકિટ આવી ગઈ હતી. મિ. બેકરને તાર કરી દીધો હતો. એમ. કે. ગાંધી, બાર-ઍટ-લૉ, પ્રિટોરિયા આવે છે. રહે વા કરવાની વ્યવસ્થા કરજો, આભાર. મોહનદાસ પહે લી વાર ડરબન સ્ટેશને ઊતર્યો હતો ત્યારે સ્ટેશનની વ્યવસ્થા જોઈને આશ્ચર્ય થયું હતું. ગોરાઓ માટે અલગ રસ્તો અને કાળાઓ માટે અલગ રસ્તો હતો. પ્રિટોરિયા જવા માટે સાંજ ે લગભગ સાત વાગ્યે ટ્નરે ઊપડતી હતી. એ તો છ વાગ્યાનો તૈયાર થઈ ગયો હતો. નીચે ઊતર્યો ત્યારે જોયું અબદુલ્લા શેઠની ઘોડાગાડી ઊભી છે. દાદા અબદુલ્લા બહાર આવ્યા — “લો તમારી ટિકિટ.” પછી હસતાં હસતાં કહે  : “આપણે હિં દુસ્તાનીઓ યાત્રા પર નીકળીએ છીએ ત્યારે વિચારી રાખીએ છીએ કે અધવચ્ચેથી પાછા તો નહીં આવવું પડે ને? આ વાત તમને ડરાવવા માટે નથી કહે તો. ચાલો, હં ુ તમને સ્ટેશને મૂકી જાઉં.” नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

“હં ુ ચાલ્યો જઈશ. સામાન ઊંચકવા માટે કોઈને લઈ જઈશ. સ્ટેશન ક્યાં દૂર છે?” “આ ઘોડાગાડી શા માટે છે? તમે કંપનીના કામ માટે જઈ રહ્યા છો.” સામાન નીચે આવી ગયો હતો. ગાડીમાં મુકાઈ ગયો. અબદુલ્લા શેઠ ે પહે લાં મોહનદાસને બેસવા કહ્યું. પછી પોતે બેઠા. રસ્તે અબદુલ્લા શેઠ ે પૂછ્યું : “ગરમ કપડાં લીધાં છે ને?” “જી. લંડનમાં હતાં તે ચાલ્યા કરે છે.” પ્રથમ વર્ગનો ડબો ખાલી જ હતો. દાદા અબદુલ્લાના મોં પરથી એવું લાગતું હતું કે એમને જ ે મૂંઝવણ હતી તે ઓછી થઈ ગઈ છે. તેમણે કહ્યું : “તમે નસીબદાર છો. આખો ડબો ખાલી છે. આરામથી જઈ શકશો.” ટ્નરે ઊપડી. એ પહે લી વાર કોઈ કામનું પરિણામ લાવવા માટે એક બીજા શહે ર પ્રિટોરિયા જઈ રહ્યો હતો. જો તેઓ બંને સગાંઓના સ્નેહના સંબંધોની કડીઓને જોડવામાં સફળ થઈ શક્યા તો તો કેસ જીતવા કરતાં પણ ઘણું મોટુ ં કામ થશે. આની પાછળ જરૂર કોઈ ઈશ્વરી સંકેત હશે. એને ઝોકું આવી ગયું. ટ્નરે ઊભી રહી. સામે જોયું, લખ્યું હતું – પીટરમૅરિત્સબર્ગ. કોઈકે દરવાજો ખોલ્યો. ઠંડા પવનની લહે રખી અંદર આવી ગઈ. પૉર્ટર હતો. એણે પૂછ્યું — “તમારે પથારી જોઈએ છે?” “ના, ના, મારી પાસે મારી પથારી છે, આભાર.” તે ચાલ્યો ગયો. એક ગોરો ડબામાં ચઢતો હતો. મોહનદાસને થયું : “ચાલો, એક કરતાં બે ભલા. કેટલાક ગોરાઓ સારા હોય છે.” 209


એણે ડબાની વચ્ચોવચ ઊભા રહીને ચારે બાજુ નજર કરી. એકાએક મોહનદાસ પર એની નજર પડી. એના ચહે રાનો રં ગ બદલાઈ ગયો. તરત બહાર નીકળી ગયો. રે લવેના બે કર્મચારીઓને લઈને પાછો આવ્યો. એ ગોરો અને એની સાથેનો એક માણસ દરવાજા પર ઊભા રહી ગયા. ત્રીજો માણસ મોહનદાસની પાસે આવીને ઊભો રહ્યો. રુઆબથી કહે વા લાગ્યો : “તમને આ ડબામાં બેસવાનું કહ્યું કોણે? સામાન લઈ લો. ચાલ્યા જાઓ. કુ લીઓ માટે છેલ્લો ડબો છે.” “પણ હં ુ બૅરિસ્ટર છુ .ં મારી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે.” “તમે ગમે તે હો. પહે લાં કુ લી છો. તમારી હિં મત કેમ ચાલી ફર્સ્ટ ક્લાસમાં બેસવાની? તમે આ ડબામાં મુસાફરી નહીં કરી શકો.” “હં ુ આ જ ડબામાં મુસાફરી કરીશ.” એના અવાજમાં મક્કમતાનો રણકાર હતો. પણ પગ ધ્રૂજતા હતા. “તમે પાંચ મિનિટમાં આ ડબો ખાલી કરો. નહીંતર મારે તમને ધક્કો મારીને કાઢવા પડશે.” મોહનદાસે વિચલિત થયા વિના કહ્યું : “તમે તેમ કરી શકો છો. પણ આ રીતે ઉતારી નહીં શકો. હં ુ અધિકારને સત્ય માનું છુ .ં એ અધિકાર મને ટિકિટે આપ્યો છે.” એનો બીજો ગોરો સાથીદાર દરવાજ ે ઊભો હતો. તેણે જોરથી બૂમ મારી : “પોલીસ… પોલીસ…” પોલીસ આવી. એટલે એણે કહ્યું : “આ કુ લીને સામાન સાથે બહાર ફેં કી દો.” પોલીસ સશક્ત હતો. એણે મોહનદાસને બાવડેથી પકડીને ઉઠાડ્યો. ઘસડતો ઘસડતો દરવાજા સુધી લઈ ગયો. દરવાજ ે પહોંચીને મોહનદાસે સળિયો પકડી લીધો. પણ પાછળથી જોરદાર ધક્કો આવ્યો. એ ધડૂ મ કરતો પ્લૅટફૉર્મ પર પટકાયો. અચાનક બાંકડો એના હાથમાં આવી 210

ગયો. નહીંતર એ લોહીલોહાણ થઈ જાત. એનાં ગોઠણ અને કોણીઓ છોલાઈ ગયાં હતાં. એનો સામાન પણ ફેં કી દેવામાં આવ્યો હતો. પેલો ગોરો દરવાજ ે ઊભો ઊભો એને જોઈ રહ્યો હતો. એના ચહે રા પર વિજયની ખુશાલી હતી, ઉન્માદ હતો. ટ્નરે ના ડબામાંથી કોઈ માણસને ફેં કાતો જોઈને કેટલાક કુ લીઓ દોડતા આવ્યા. તેમાંના કોઈકે કહ્યું : “અરે , આ તો આપણા મલકના કોઈ કુ લીસાહે બ લાગે છે!” “પ્રથમ વર્ગમાં ચઢી ગયા લાગે છે.” “ફેં કી ન દીધા હોત તો શું થાત? ક્યાં ગોરાસાહે બો અને ક્યાં આ. …” ત્યાં સુધીમાં રે લવેના એકબે અધિકારીઓ પણ આવી ગયા હતા. એમાંના એકે કહ્યું : “કુ લી થઈને ફર્સ્ટ ક્લાસમાં ચઢી ગયો!” બીજાએ આદેશ આપ્યો : “એનો સામાન સ્ટેશનમાસ્તરની ઑફિસમાં જમા કરાવી દો. સવારે આપી દેશું.” “આ લોકોની આટલી બધી હિં મત? ગોરા લોકોની બરાબરી કરે ? હવે કદી ફર્સ્ટ ક્લાસમાં બેસવાની હિં મત નહીં કરે એ.” ટ્નરે ઊપડી ગઈ હતી. પાછળ ધુમાડો મૂકતી ગઈ હતી. હવે શું? આ સવાલ એના મગજમાં ઘૂમરાયા કરતો હતો. પાછો ચાલી જાઉં? એવું કેમ બને? એક વરસની ગિરમીટ પર તો એ આવ્યો છે. એના પાછા જવાની સાથે કે રહે વાની સાથે એનો અને એના દેશના ગૌરવનો પ્રશ્ન જોડાયેલો છે. પણ આવી પરિસ્થિતિમાં એ પોતાનું આત્મગૌરવ કેવી રીતે જાળવી શકશે? ત્યાં જાળવી શક્યો હતો? એ તો પોતાનો દેશ હતો. બીજા દેશમાં જઈને એનું મહત્ત્વ વધી જાય છે. અહીં પણ એઓ જ છે. ત્યાં પણ તેઓ જ હતા. પાછા ચાલ્યા જવાથી શું સ્વમાન-અસ્વમાનમાંથી ઊંચે આવી શકાશે? તેઓ તંગ નહીં કરે ? [ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


એ ફટથી ઊભો થઈ ગયો. આંટા મારવા લાગ્યો. એને અનુભવ થયો. ગરમી અંદર પણ હોય છે. એ જ ગરમી એને ફે રવી રહી હતી. એ ગણગણ્યો— આ બધા પ્રશ્નો મારા અંદરના ભયને મજબૂત કરવા માટે તો નથી ને? શું એની સાથે લડવા માટેની શક્તિ મારામાં નથી? કાયરતા માટલાની ઉપર છલકાયેલી ભીનાશની જ ેમ ચહે રા પર પણ દેખાવા માંડ ે છે. પછીથી કોઈ પણ અંગ એનાથી અલિપ્ત રહી શકે એવું ભાગ્યે જ બને. … ન દિલ, ન દિમાગ, ન દેહ, ન લોહી, ન કોઈ બીજુ ં અંગ. પાછા જવાનો અર્થ થશે કાયરતા. કાયરતાથી મોટુ ં બીજુ ં કોઈ અપમાન નથી. ટ્નરે માં થયેલા એ અપમાનની પાછળ ન તો અંગત દુશ્મનાવટ હતી, ન તો સ્વાર્થ હતો. એક મનોવૈજ્ઞાનિક નફરત હતી. જ ે સર્વત્ર વિસ્તરે લી છે. આપણે બધા એના જ અંશો છીએ. ભાગો નહીં. ભાગશો તો એ નફરત વધુ તાકાતથી તમારો પીછો કરશે. એની સાથે જીવશો તો એની નબળાઈઓનાં છિદ્રોમાં આંગળીઓ ઘોંચી ઘોંચીને એને છિન્નભિન્ન કરી શકશો. ધીમે ધીમે આંખો ઘેરાવા લાગી, એ બેસી ગયો. સવારે સવારે ટ્નરે પસાર થઈ ત્યારે એની આંખ ખૂલી ગઈ. એકાએક એને એવું લાગ્યું, એનું શરીર ગરમ છે. એમ કેમ? ઋતુ બદલાઈ ગઈ કે શું? એણે જોયું. એના શરીર પર એક જૂ નો ધાબળો હતો. એ ચકિત થઈ ગયો. આમ કેમ થયું? એ બહાર આવ્યો. બાંકડા પર બે માણસો એક જ ધાબળો ઓઢીને સૂતા હતા. એને ખ્યાલ આવી ગયો. આ એ જ બાંકડો છે જ ેણે રાત્રે એને લોહીલોહાણ થતાં બચાવ્યો હતો. એને બાની યાદ આવી. જો આ બાંકડાની જગ્યાએ બા ઊભી હોત તો એયે એને આ રીતે જ સંભાળી લેત. પણ બા અને બાંકડાની સરખામણી જ ક્યાં થાય? બાંકડો જડ છે. બા તો

પ્રેમ અને લાગણીથી છલોછલ ભરે લી. એને થયું, બાંકડો હલ્યો. ના, ના, એ વખતે કદાચ એણે બાની જ ભૂમિકા અપનાવી લીધી હશે. સ્ટેશનમાસ્તરની ઑફિસમાંથી સામાન મળવાને હજુ વાર લાગશે. ઘડિયાળમાં જોયું. સવા છ વાગ્યા હતા. બાથરૂમમાં જઈને મોં ધોયું. પાણી એકદમ બરફ જ ેવું હતું. કપડાં ઠંડાંગાર હતાં. સામાન જલદી મળી જાય તો સારું. ત્યાં કોઈનો પગરવ સંભળાયો. ફરીને જોયું. બાંકડા પર સૂતા હતા તે જ કુ લીઓ હતા. “આ ધાબળો તમારો છે ને? તમે આખી રાત ઠૂંઠવાયા કર્યા અને ધાબળો મને ઓઢાડી દીધો.” અમારી પાસે બે ધાબળા હતા. અમને થયું, આ તો અમારા મલકમાંથી આવ્યા છે. અહીં કોણ એનું હોય? એટલે એક તમને ઓઢાડી દીધો. બીજો અમે ઓઢી લીધો.” “તમે દરરોજ સ્ટેશન પર જ સૂઈ જાઓ છો?” “ના, ના. એમ થયું કે આટલા મોટા ભણેલાગણેલા માણસ છે. ગોરાઓએ હે રાન કર્યા છે. એમને એકલા મૂકીને ન જવાય. એટલે અહીં જ પડ્યા રહ્યા.” મોહનદાસને બાપુ સાંભર્યા. રાતે ઘણી વાર સૂતી વખતે ઓઢેલું ખસી જતું. બાપુ જાગી જતા ત્યારે પાછુ ં ઓઢાડી જતા. કહે છે કે દરે ક સ્ત્રીના મનમાં પારકા માટે પણ લાગણીનો આવો જ એક ખૂણો હોય છે. પુરુષની અંદર પણ આવી સ્ત્રી હશે. બંને જણ જતાં પહે લાં મોહનદાસનો સામાન અપાવીને ગયા હતા. મોહનદાસે ભાગવાને બદલે ત્યાં જ રોકાવાનો સંકલ્પ કરી દીધો હતો. સૂરજ જ ેમ જ ેમ ઉપર ચઢતો ગયો તેમ તેમ સંકલ્પ વધુ દૃઢ થતો ગયો. [ગિરિરાજ કિશોર લિખિત પહે લો ગિરમીટિયો નવલકથાના સંક્ષિપ્ત આવૃત્તિમાંથી; અનુ. મોહન દાંડીકર] 

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

211


દક્ષિણ આફ્રિકાથી ગાંધીજીની વિદાય ચંદુલાલ ભગુભાઈ દલાલ

દક્ષિણ આફ્રિકાના હિન્દીઓની સેવામાં લગભગ અને માર્ચ મહિનામાં તો ગાંધીજીને લાગ્યું હતું કે વીસ વર્ષ ગાંધીજીએ ગાળ્યાં હતાં. સને 1893ના મે માસમાં એ ત્યાં ગયા પછી થોડો થોડો વખત હિન્દ આવ્યા હતા, પરન્તુ મોટો ભાગ તો ત્યાં જ ગાળ્યો હતો. ત્યાંની સરકારના હિન્દી-વિરોધી કાયદાઓનો સામનો કરવાની લડત સને 1907ના જુ લાઈ માસમાં હિન્દીઓએ એમની આગેવાની નીચે શરૂ કરી. લડતનો પ્રકાર અને એનાં સાધનો જ એવાં હતાં કે એ લંબાય. વળી સરકાર સમાધાન કરે અને ફરી જાય. ઉપરાંત લડત માટે નવા નવા મુદ્દાઓ ઊભા કરે . આમ લડત લંબાઈ. જૂ ન 1914માં એનો અંત આવ્યો એમ કહી શકાય. અન્તની શરૂઆત જાન્યુઆરી, 1914થી થઈ હતી

હવે થોડા વખતમાં બધું પતી જશે અને દક્ષિણ આફ્રિકાને છેલ્લી સલામ ભરી કાયમ માટે હિન્દ જવાનું બની શકશે. ગાંધીજી હિન્દ પાછા ફરવા ઇરાદો રાખે છે એવી જાહે રાત ‘ઇન્ડિયન ઓપિનિયને’ સને 1913ની છેક શરૂઆતમાં કરી હતી. એ વખતે એમણે જણાવ્યું હતું કે જો સત્યાગ્રહની ચળવળ ફરીથી શરૂ કરવી નહીં પડે અને આંગતુકનો કાયદો ધાર્યા મુજબનો પસાર થશે તો ગાંધીજી 1913ની અધવચમાં દક્ષિણ આફ્રિકા છોડી હિન્દ જશે. પરન્તુ કાયદો ધાર્યા મુજબનો પસાર ન થયો અને લડત ઊપડી એટલે એ સાલ એ જઈ ન શક્યા. હવે

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા સદાને માટે છોડ્યું તે વખતની તસવીર; હાર પહે રેલા (ડાબી બાજુ થી) મિ. પોલોક, મિસીસ પોલોક, મિ. કેલેનબેક, કસ્તૂરબા, ગાંધીજી અને થાંબી નાયડુ.

212

[ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


જ્યારે બધું પતી ગયું ત્યારે એમ કરવું શક્ય બન્યું. એમણે એન્ડ્રૂ ઝ સાથે ચર્ચા કરી હતી. ગાંધીજીના આ વિચારની જાહે રાત એન્ડ્રૂ ઝે દક્ષિણ આફ્રિકા તા. 21-2-1914ના રોજ છોડ્યું તે વખતે એમણે સ્થાનિક પત્રોને ઉદ્દેશીને એક કાગળ લખ્યો હતો તેમાં કરી. એમણે જણાવ્યું : “કેટલાક કહે છે કે હાલના પ્રશ્નોનું સમાધાન થઈ જાય તો હિન્દીઓ તરફથી ગાંધી નવા મુદ્દા ઊભા નહીં કરે એની ખાતરી શું? આનો, ગાંધીએ એક સીધો સાદો જવાબ આપ્યો છે : ‘જ ે ઘડીએ આ સમાધાન થઈ જશે તે ઘડીએ હં ુ માનીશ કે દક્ષિણ આફ્રિકામાં મારું કામ પૂરું થયું છે અને માતૃભૂમિ હિન્દ તરફ હં ુ પ્રયાણ કરીશ.’” જ ે દિવસે પસાર થયેલા ખરડા ઉપર વાઇસરૉયે સહી કરી એને કાયદાનું સ્વરૂપ આપ્યું તે જ દિવસે ગાંધીજી કેપટાઉનથી નીકળ્યા. એમનું કામ પૂરું થયું હતું અને હવે તો હિન્દ પાછા ફરવા માટે એ ઇંતેજાર હતા. કેપટાઉનથી નીકળતી વખતે સ્ટેશન પર વળાવવા આવનારમાં વાઇસરૉયના રહસ્યમંત્રી પણ હતા. ગાંધીજી ફિનિક્સ જઈ રહ્યા હતા. રસ્તામાં એ કિમ્બરલી ગામે રોકાયા. ત્યાં લોકોનો ઉત્સાહ બહુ ભારે હતો. સભાસ્થાને ગાંધીજીને લઈ જવા માટે ઘોડાગાડી રાખવામાં આવી હતી, પરન્તુ લોકોએ ઘોડા છોડી નાખ્યા અને એઓ ગાડી ખેંચી ગયા. ત્યાં ગાંધીજીને માનપત્ર આપવામાં આવ્યું. પછી એ જોહાનિસબર્ગ ગયા. ત્યાં ત્રણ કલાક રોકાઈ એ ડર્બન ગયા. ડર્બન સ્ટેશન હિન્દીઓથી ચિકાર ભરાઈ ગયું હતું. પછી સભા થઈ તેમાં લગભગ બે હજાર માણસો એમનું સ્વાગત કરવા આવ્યા હતા. એ જ દિવસે – શનિવાર, તા. 4-7-1914ની સાંજ ે એ ફિનિક્સ પહોંચ્યા. બુધવાર, તા. 8-7-1914ના રોજ ડર્બનના ટાઉનહૉલમાં ગાંધીજી વગેરેને વિદાયમાન આપવાનો એક ભવ્ય સમારં ભ યોજવામાં આવ્યો હતો. સને नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

1912માં જ્યારે ગોખલે આ શહે રમાં આવ્યા હતા ત્યારે એમને માનપત્ર આપતી વખતે આ હૉલને જ ેવો શણગારવામાં આવ્યો હતો તેવો ત્યાર પછી અત્યાર સુધી કોઈ વખત શણગારવામાં આવ્યો નહોતો અને આજ ે જ શણગારવામાં આવ્યો. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી, કસ્તૂરબા અને કૅ લનબેક ત્રણે જણ વિદાય લેતાં હતાં. એમના માનમાં આ સમારં ભ યોજવામાં આવ્યો. સભાસ્થાને શહે રના મેયર હતા. હાજર રહે લાઓ અનેક હિન્દીઓ ઉપરાંત ગોરાઓ પણ હતા. ગાંધીજીના જૂ ના મિત્ર મિ. લાફ્ટન પણ હાજર હતા. નહિ હાજર રહી શકવા માટે દિલગીરી દર્શાવતા તારો નાતાલના વડા પાદરી, બોથા, સ્મટ્સ વગેરે તરફથી આવ્યા. જોહાનિસબર્ગથી આ સમારં ભનો વિરોધ દર્શાવતો એક તાર પણ આવ્યો. ગાંધીજીને સન્માનતા ભાષણનો મુખ્ય સૂર એમના ત્યાગનો હતો. એમનો ત્યાગ અજબ છે. આ દેશમાં એ પેની વિના આવ્યા હતા અને પેની વિના જાય છે. ગાંધીજી આ સમારં ભમાં પણ ગિરમીટિયા વેશમાં આવ્યા. કૅ લનબેક હાજર રહી શક્યા નહોતા. ગાંધીજીએ પોતાના તરફથી તથા કૅ લનબેક તરફથી સૌનો આભાર માન્યો. બે દિવસ બાદ ડર્બનમાં રમતગમતનો એક મેળાવડો એમના માનમાં યોજવામાં આવ્યો. એ વખતે, આખી નાતાલની ફૂટબૉલની હરીફાઈમાં વિજ ેતા નીવડનારને એનાયત કરવા માટે ચાંદીનો એક કપ શેઠ રૂસ્તમજી તરફથી હિન્દી ફૂટબૉલ એસોસિએશનને ગાંધીજીના હસ્તે એનાયત કરવામાં આવ્યો. આ કપને ‘ગાંધી મેમોરિયલ ચેલેન્જ કપ’ એવું નામ આપવામાં આવ્યું. ગાંધીજીએ ફિનિક્સને તા. 11-7-1914ને શનિવારે છેલ્લી વારના રામરામ કર્યા. એ દિવસને બધાએ ઉત્સવ દિન માન્યો. એ દિવસે ફિનિક્સ 213


આશ્રમમાં રહે તા સૌને પારસી શેઠ રુસ્તમજી તરફથી આશ્રમમાં મિજબાની આપવામાં આવી અને દરે ક બાળકને ભેટ આપવામાં આવી. સૌના મોઢા ઉપર આનન્દ અને શોક બંનેની છાયા હતી. ગાંધીજીએ હિન્દીઓની આબરૂ સચવાય તે મુજબની સ્થિતિ પેદા કરી હતી તેથી આનન્દ હતો, અને બધાને છોડીને એ જતા હતા તેથી બધાના મનમાં દુઃખ હતું. તા. 12મીએ ડર્બન રોકાઈ તા. 13મીની સાંજ ે એ, કસ્તૂરબા તથા કૅ લનબેક જોહાનિસબર્ગ આવી પહોંચ્યાં. તા. 14-7-1914ના રોજ ‘ટ્રાન્સવાલ લીડર’ના પ્રતિનિધિએ એમની મુલાકાત લીધી. એ વખતે ગાંધીજીએ જણાવ્યું : આ સમાધાન લાવી આપવામાં બંને પક્ષોએ ખબૂ જહે મત ઉઠાવી છે. થોડાક સભ્યોને બાદ કરતાં, ધારાસભાના બીજા સભ્યોએ ચર્ચા દરમિયાન જ ે રીતે આ પ્રશ્ન ચર્ચ્યો છે તે બતાવે છે કે એમની સામ્રાજ્યદૃષ્ટિ ઘણી ઊંચી છે. સમાધાન બંને પક્ષે માનભર્યું છે. હિન્દીઓએ રાજકીય હક્કો મેળવવાની માથાકૂ ટમાં પડવું જોઈએ નહીં. એ બાબત ગોરાઓ ઉપર છોડવી જોઈએ. દુઃખો દૂર કરવા માટે મતાધિકાર કરતાં સત્યાગ્રહ વધુ સચોટ ઉપાય છે. આ દિવસે પેલી ગોરાઓની સમાધાન-સમિતિએ પણ ગાંધીજીને માનપત્ર આપ્યું. એ જ દિવસે જોહાનિસબર્ગમાં અનેક સંસ્થાઓ તરફથી ગાંધજીને સન્માનવામાં એક ભવ્ય સમારં ભ

યોજવામાં આવ્યો. આમાં ટ્રાન્સવાલ હિન્દીમંડળ, જોહાનિબર્ગની મુસ્લિમ કોમ, ટ્રાન્સવાલ ચીનીમંડળ, તામીલ બૅનિફિટ સોસાયટી, ટ્રાન્સવાલ સ્ત્રી મંડળ, ગુજરાતી મંડળ વગેરે અનેક સંસ્થાઓએ ભાગ લીધો. આ વખતે, નાતાલ હિન્દી મહાસભા તરફથી તથા ડર્બનની હમીદિયા સોસાયટી તરફથી વિરોધના તાર પણ આવ્યા. એનો સાર એ હતો કે ગાંધીને એના મિત્રો તરફથી સત્કારવામાં આવતા હોય તો એ એમની અંગત બાબત છે, પણ કોમ તરફથી તો એનો સત્કાર થઈ શકે જ નહીં; એણે જ ે સમાધાન સ્વીકાર્યું છે તે અસંતોષકારક છે; આ ખરડાથી સમાધાન થતું જ નથી; અમારાં દુઃખો હજી ઊભાં જ છે, વગેરે, વગેરે. સત્કાર-સમારં ભના પ્રમુખસ્થાને મિ. વિંઢામ નામના એક ધારાસભ્ય હતા. હિન્દીઓમાં મિ. કાચલિયા વગેરે હતા. ગોરાઓમાં પેલા નોંધણી-અમલદાર મિ. ચમની પણ હાજર હતા. માનપત્રોનો જવાબ આપતાં ગાંધીજીએ જણાવ્યું કે જીત કોઈ એક પક્ષની નથી. જીત થઈ હોય તો તે સિદ્ધાંતોની થઈ છે; સામ્રાજ્યના હિતની થઈ છે; સત્યાગ્રહની થઈ છે. અને મોટામાં મોટી જીત તો એ છે કે રં ગભેદનો નાશ થયો છે. આમ એક પછી એક અનેક જગ્યાએ અને અનેક સંસ્થાઓ તરફથી રૂબરૂ અગર તાર-ટપાલ મારફતે માનપત્રો અપાયાં અને સત્કાર-સમારં ભો યોજાયા. 

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા ઑગસ્ટ, ૨૦૧૮

નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી જશવંતભાઈ શાં. ચાવડા, ઑફસેટ વિભાગ, • જ. તા.  ૧૫-૦૮-’૫૭ શ્રી શબ્બીરહુસેન ઉ. અજમેરી, બાઇન્ડિંગ વિભાગ,

•  ૧૦-૦૮-’૬૦

શ્રી અર્નજુભાઈ ગ. આયડે, બાઇન્ડિગ વિભાગ,

•  ૨૫-૦૮-’૮૧

214

•  ૧૬-૦૮-’૬૩

શ્રી કેતનભાઈ ક. રાવલ, એકાઉન્ટ વિભાગ,

[ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સવાસો વર્ષ પછી દક્ષિણ આફ્રિકામાં ગાંધીભાઈ ક્યાં? લલિત ખંભાયતા એ હવે ખૂબ જાણીતી વાત છે કે એક પછી એક અપમાન સહન કરતાં કરતાં બારિસ્ટર મોહનદાસ દક્ષિણ આફ્રિકામાં ઘડાયા અને પછી ભારત આવીને મહાત્મા તરીકે ઓળખાયા. કાળચક્ર ફર્યું પછી હવે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સાથે સંકળાયેલાં સ્થળોની સ્થિતિ શું છે અને ગાંધીજી અંગે ત્યાંના લોકો શું વિચારે છે, એ જાણવા પ્રયાસ કરીએ.

દક્ષિણ આફ્રિકામાં સામાન્ય રીતે જોવા મળતાં ઠેર ઠેર બાંકડા મૂક્યા છે. સવા બે લાખની વસ્તી અનેક મકાન જ ેવું જ એ રાતા રં ગની ઇંટોથી બનેલું બાંધકામ છે. બ્રિટિશરોએ નિર્માણ કરે લા એ સરકારી મકાનને ચારે તરફ નાનામોટાં ઢાળ પાથરી દેવાયા છે. તેના પર નળિયાં ગોઠવાયેલાં છે. દૂરથી તે કેટલા માળનું મકાન છે, એ પણ નક્કી કરવું મુશ્કેલ છે. દિવસમાં ચાર-છ વખત ત્યાં ગાડી આવે ત્યારે ચહલપહલ દેખાય છે. બે રે લવે-ટ્કરે છે અને તેના કાંઠ ે રાહ જોઈને પેસેન્જરો ઊભા રહે છે. રે લગાડી આવે એટલો વખત જાણે જીવ આવ્યો હોય એવું લાગે, બાકી તો સ્ટેશન માથેથી પસાર થતી હવા પણ ત્યાં રોકાતી નથી. સ્ટેશન પર શેડ બાંધેલો છે,

ધરાવતા શહે રમાં તો આવડુ ં જ સ્ટેશન હોય ને! દુનિયાભરમાં આવા રે લવે-સ્ટેશનની કોઈ નવાઈ નથી. જોકે, આ સ્ટેશન અલગ હોવાની ખબર પ્રવાસીઓને ત્યારે પડે જ્યારે એક તરફ ગોઠવાયેલી તકતી પર નજર જાય! આ તકતીમાં લખ્યું છે : “7 જૂ ન, 1893ની રાતે મો. ક. ગાંધીને પહે લા વર્ગના ડબામાંથી ઉતારી દેવાયા હતા…” એ રે લવે-સ્ટેશનનું નામ પીટરમૅરિત્સબર્ગ! જો બારિસ્ટર મોહનદાસ સાથે અહીં અન્યાય ન થયો હોત, તો આ નાનકડુ ં સ્ટેશન સંભવત્ જગતના ઇતિહાસમાં ચમક્યું પણ ન હોત! પીટરમૅરિત્સબર્ગ રે લવે-સ્ટેશન હવે જગતભરના

પીટરમૅરિત્સબર્ગ રે લવે સ્ટેશન

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

215


ગાંધીના ચાહકો માટે જિજ્ઞાસાનું એક સ્થળ છે. વર્ષો સુધી ઉપેક્ષિત રહ્યા પછી સ્ટેશનને નવીનીકરણ કરીને દક્ષિણ આફ્રિકાની સરકારે તેને સારી રીતે સુરક્ષિત રાખ્યું છે. સ્ટેશનની બહાર મહાત્મા ગાંધીની પ્રતિમા મૂકવામાં આવી છે, તો અંદર પણ સવાસો વર્ષ પહે લાંનો ઇતિહાસ સાચવવાનો યથાસંભવ પ્રયાસ કરવામાં આવ્યો છે. સવાસો વર્ષની ઉજવણી પ્રસંગે અહીંયા ગાંધીજીની નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જ ેમાં એક તરફ યુવા મોહનદાસ છે, તો બીજી તરફ મહાત્મા છે. સવાસો વર્ષ પહે લાં અહીં ઘોડાગાડીનો સાદ સંભળાતો હતો, તો હવે મોટરકારમાં કે કોમ્બી જ ેવી વાનમાં સવાર થઈને પ્રવાસીઓ અહીં પહોંચે છે. મોહનદાસને રં ગદ્વેષના કારણે ડબામાંથી ઉતારી દેવાયાં તેનું વિગતવાર વર્ણન ગાંધીજીએ આત્મકથામાં કર્યું છે. એ રાત્રે બનેલી ઘટનાએ જ આ સ્ટેશનને વિખ્યાત બનાવ્યું, તો વળી મોહનને મહાત્મા બનવા તરફનું પ્રયાણ પણ આ જ સ્થળ રહ્યું છે. અહીં જ વેટિગ ં રૂમમાં મોહનદાસે કડકડતી ઠંડીમાં રાત ગુજારી હતી. ગુજરાતથી જનારા સૌ પ્રવાસીઓને દક્ષિણ આફ્રિકામાં વધુ ઠંડી લાગે જ. અમે પહોંચ્યા ત્યારે અમને પણ એ અનુભવ થયો કારણ દક્ષિણ આફ્રિકા પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો દેશ છે. વળી, આફ્રિકા ખંડના એ દેશના કાંઠ ે છેક ઍન્ટાર્કટિકાથી પવન આવે છે એટલે વાતાવરણ ઠંડુ ં જ રહે છે. ગાંધીજીએ જ ે ઓરડામાં રાતવાસો કર્યો હતો, ત્યાં હવે બાપુની છબિ મૂકવામાં આવી છે. જ્યાં ગાંધીજીનું અપમાન થયું હતું ત્યાં જ હવે તેમનું સન્માન થાય છે. સ્ટેશનના છેડ ે મૂકવામાં આવેલી તકતીમાં એ પણ લખ્યું છે કે ગાંધીજીનું ઇતિહાસમાં શું પ્રદાન છે. સવા બાર લાખ ચોરસ કિલોમીટરમાં ફે લાયેલા દેશ દક્ષિણ આફ્રિકામાં રે લવે ટ્રાન્સપોર્ટનું ખાસ 216

મહત્ત્વ નથી. આખા દેશમાં માંડ 20,000 કિલોમીટરનું રે લવે નેટવર્ક છે અને તેમાંથી અડધું તો એવું છે જ ે ધૂળ ખાય છે, એટલે કે તેનો પૂરતો ઉપયોગ થતો નથી. દુનિયાભરમાં રે લવે આધુનિકીકરણ થઈ રહ્યું છે, ત્યારે દક્ષિણ આફ્રિકાનું રે લવેતંત્ર ખાસ બદલાયું નથી. એક સમયે દક્ષિણ આફ્રિકા ભારતીય પ્રવાસીઓ અર્થે પ્રતિબંધિત દેશ હતો. પરં તુ હવે વૈશ્વિકીકરણના યુગમાં કોઈ પણ પ્રવાસી ત્યાં જઈ શકે છે. અલબત્ત, ગુજરાત કે ભારતથી જનારા પ્રવાસીઓના કેન્દ્રમાં ક્યારે ય ગાંધીજી હોતા નથી. હા, બે પાંચ જિજ્ઞાસુઓ જરૂર ગાંધીજી સાથે સંકળાયેલા સ્થળની મુલાકાત લેવાનું પસંદ કરે છે. બાકી તો મોટા ભાગના પ્રવાસીઓ લોકરં જક સ્થળોને જ પ્રાથમિકતા આપે છે. હમણા સુધી આફ્રિકાની સરકારને પણ ગાંધીજી સાથે સંકળાયેલાં સ્થળોની જાળવણીમાં કોઈ રસ ન હતો. 1904માં મોહનદાસે ડરબન પાસે ‘ફિનિક્સ આશ્રમ’ ઊભો કર્યો, જ ે વખત જતાં સત્યાગ્રહનું કેન્દ્ર બન્યો. ગાંધીજીએ સ્થાપેલા આશ્રમીજીવનનો એ પ્રથમ પડાવ હતો. સામૂહિક જીવન, કેળવણી, સ્વચ્છતા અને નીતિ-નિયમના જીવનની શરૂઆત પણ અહીંથી થઈ હતી. ઓછી જરૂરિયાત અને શક્ય એટલું સાદગીપૂર્ણ જીવન જીવીને સમાજોપયોગી પ્રવૃત્તિ થાય તે આશ્રમનો મૂળ ઉદ્દેશ્ય રહ્યો છે. 1985માં આ આશ્રમમાં આગ લાગી હતી અને એ પછી પણ ઘણાં વર્ષો સુધી તે ખંડરે સ્થિતિમાં રહ્યો હતો. પંદર વર્ષ સુધી દક્ષિણ આફ્રિકા કે ભારતની કોઈ સરકારે તેમાં રસ લીધો ન હતો. અંતે, 2000ની સાલમાં તેનું સમારકામ કરી ફરી જીવંત કરવામાં આવ્યો છે. ગાંધીજી સાથે સંકળાયેલું દક્ષિણ આફ્રિકાનું બીજુ ં મહત્ત્વનું સ્થળ ‘ટૉલ્સ્ટૉય ફાર્મ’ છે. નામમાં ફાર્મ [ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


આવે છે, પણ એ પણ આશ્રમ જ હતો. પાટનગર જોહાનિસબર્ગથી 30 કિલોમીટરના અંતરે આવેલા આશ્રમ સુધી મોહનદાસ અને અન્ય આશ્રમવાસીઓનો ચાલીને જવાનો નિત્યક્રમ હતો. ફિનિક્સ આશ્રમમાં શરૂ થયેલી પ્રવૃત્તિઓને અહીં વેગ મળ્યો હતો અને વિસ્તાર પણ થયો હતો. ફિનિક્સની માફક આ આશ્રમ પણ રે ઢો પડ્યો હતો અને અહીંથી અનેક ચીજોની ચોરી થયાના દાખલા છે. હવે જોકે દક્ષિણ આફ્રિકામાં રહે તા ભારતીય સમુદાયે આ આશ્રમ ફરી સક્રિય થાય તેવા પ્રયાસ આદર્યા છે. જોહાનિસબર્ગના પાદરમાં ‘ગોલ્ડરીફ સિટી’ નામનો પાર્ક આવેલો છે. સોનાની બંધ પડેલી ખાણ પર આ મનોરં જન નગરી બનાવવામાં આવી છે, ત્યાં ભવ્ય કસીનો પણ બનાવાયો છે. અમે પ્રવાસીઓ કુ તૂહલતા ખાતર કસીનોમાં આમતેમ આંટાંફેરાં કરતાં હતાં, ત્યાં જ અચાનક અમારું ધ્યાન દીવાલ પર કાચમાં જડેલી એક પત્રિકા પર પડ્યું. એ પત્રિકા બારિસ્ટર મોહનદાસની હતી! પત્રિકા જોઈને પહે લો જ વિચાર થયો : કસીનોમાં ગાંધીજી! હકીકતે 1906માં અંગ્રેજોના અન્યાય સામે એક સભા બોલાવાઈ હતી. એ સભાનું આમંત્રણ આપતી પત્રિકા ઠેર ઠેર વહેં ચાઈ હતી. એ ઐતિહાસિક પત્રિકા અહીં મોટા સ્વરૂપે દીવાલમાં મઢાવીને મૂકવામાં આવી છે. વિરોધીઓને પોતાના પક્ષમાં કરવાનો પ્રથમ

સફળ પ્રયોગ પણ ચળવળકર્તા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાના તે કાળના અંગ્રેજ અધિકારી જનરલ સ્મટ્સ આફ્રિકામાં એ વખતે કાયદો-વ્યવસ્થા જાળવતા. અંગ્રેજ અધિકારી જનરલ સ્મટ્સે મોહનદાસ સાથે (વિશ્વાસઘાત) કર્યો હતો. એક આંદોલનમાં સ્મટ્સે ગાંધીભાઈને જ ેલમાં પણ પૂર્યા. એ જ ેલવાસ દરમિયાન ગાંધીજીએ ચંપલ બનાવ્યાં અને જ ેલમાંથી છૂટ્યા ત્યારે તે ચંપલ જનરલ સ્મટ્સને ભેટ આપ્યાં. સ્મટ્સનો પણ ગાંધીજી પ્રત્યેનો આદર ઓર વધ્યો, તેમણે એ ચંપલ સાચવ્યાં. આજ ે ગાંધીજીની આ ભેટરૂપી ચંપલ દક્ષિણ આફ્રિકા નેશનલ મ્યૂઝિયમમાં સચવાયેલાં છે. એક વખત ફુટપાથ પર ચાલતા જતાં મોહનદાસ સાથે સ્થાનિક ગોરાએ મારપીટ કરી હતી. ડરબનની કોર્ટમાં પાઘડી ન પહે રવાને લઈને જ દક્ષિણ આફ્રિકામાં તેમના સંઘર્ષની શરૂઆત થઈ. જોહાનિસબર્ગની ગ્રાન્ડ નેશનલ હોટેલે તેમને ઉતારો આપવાની ના પાડી હતી. એક વખત તો એવો આવ્યો કે એશિયાવાસીઓ વતી લડત આપનારાં ગાંધીભાઈ પર મીર આલમ અને તેમના સાથીદારોએ જ હુમલો કર્યો. આવી અનેક ઘટનાઓ દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન બની હતી. સવાસો વર્ષના લાંબા સમય પછી આજ ે ગાંધીજીની તે તમામ સ્મૃતિઓ દક્ષિણ આફ્રિકામાં સુરક્ષિત જણાતી નથી. 

ગાંધીજીના દક્ષિણ આફ્રિકા જીવન કાળને આલેખતાં પુસ્તકો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ

મો. ક. ગાંધી

ગાંધીજીનું પહે લું ચરિત્ર જોસેફ ડોક (અનુ. બાલુભાઈ પારે ખ) સત્યના પ્રયોગો અથવા આત્મકથા મો. ક. ગાંધી

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધી પહે લો ગિરમીટિયો ગિરિરાજ કિશોર (અનુ. મોહન દાંડિકર) મોહનમાંથી મહાત્મા રામનારાયણ ના. પાઠક

217


ગાંધીજીની અક્ષરસૃષ્ટિ ચી. ના. પટેલ

૧૯૧૮ • ૨૦૦૪

ગત અંકમાં પ્રસ્તુત કરવામાં આવેલી ગાંધીજીની અક્ષરસૃષ્ટિને આ અંકમાં આગળ વધારીએ છીએ. ગાંધીજીના લેખનનો તબક્કાવાર વિકાસ અને શૈલીનું વિશ્લેષણ કરવાનું થાય ત્યારે તેમના લેખનના સક્રિય કાળના પાંચ દાયકાનો સમાવેશ થાય છે. અગાઉના અંકમાં આપણે જોઈ ગયાં કે આ વિશ્લેષણ ગાંધીસાહિત્યના અભ્યાસી ચી. ના. પટેલે ખૂબ જ સૂક્ષ્મતાથી કર્યું છે. ગાંધીજીના વિશાળ લખાણના સાગરમાંથી તેમણે કેટલાંક શબ્દો અહીંયા મૂકીને તે શબ્દોનો કયા અર્થછાયામાં ઉલ્લેખ થયો છે, તેની સાહિત્યિક માંડણી કરી છે. ગાંધીજીના ગદ્યની કાવ્યાત્મકતાની નોંધ જ્યારે ચી. ના. પટેલ કરે છે, ત્યારે તેમની રજૂ આતમાં પણ કાવ્યાત્મકતાની અનુભૂતિ થાય છે. હવે આગળ…

ગાંધીજીએ અંગ્રેજી કે ગુજરાતી ભાષા ને થતી જાય છે અને તેમના ભારત પાછા ફર્યા બાદ સાહિત્યનો વ્યવસ્થિત અભ્યાસ નહોતો કર્યો અને શૈલીની આકર્ષકતા સિદ્ધ કરવાનો પણ સભાન પ્રયત્ન નહોતો કર્યો. એટલે એમની વાણીમાં ક્યારે ય સાહિત્ય-પરં પરાની છાયા વરતાતી નથી. છતાં એમની ભાષામાં સ્વાભાવિક સંસ્કારિતા ને શિષ્ટતા આવ્યાં હતાં. ગુજરાતી કરતાં અંગ્રેજીમાં એ વહે લું બન્યું. અંગ્રેજી કેળવણીના આગમન પછી અનેક સુશિક્ષિત હિં દીઓની જ ેમ ગાંધીજીને માટે પણ વિચારનું માધ્યમ અંગ્રેજી રહ્યું હતું, અને તેમાં વળી યુવાન વયે એમને ઇંગ્લૅન્ડમાં ને દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજી સમાજની વચ્ચે રહે વાનું થયું તથા અત્યંત કાવ્યમય ગણાતી ગદ્યશૈલીના “નવા કરાર”નો અભ્યાસ કરવાનો પ્રસંગ આવ્યો; એટલે એમના અંગ્રેજી ગદ્યમાં પ્રથમથી જ શિષ્ટ અંગ્રેજીના રૂઢિપ્રયોગો બીજા કોઈ હિં દીના અંગ્રેજી લખાણમાં જોવા મળશે તે કરતાં વધુ સ્વાભાવિકતાથી વણાઈ ગયેલા દેખાય છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનાં ગુજરાતી લખાણો સાધારણ કેળવણી પામેલા મુસલમાન વેપારીઓ અને હિં દુ મહે તાઓને ઉદ્દેશીને લખાયેલાં હતાં, અને એ વર્તુળોના વાચકોમાં પ્રચલિત ગુજરાતીની અસર ગાંધીજીના એ સમયનાં લખાણોમાં દેખાય છે, પરં તુ તે ધીમે ધીમે ઓછી 218

થોડાં વર્ષોમાં એમના ગુજરાતી ગદ્યે અંગ્રેજીના જ ેવી સૂક્ષ્મતા ને સંસ્કારિતા પ્રાપ્ત કર્યાં. એમ પણ કહી શકાય કે અભિવ્યક્તિના ઊંડાણની દૃષ્ટિએ અંગ્રેજી કરતાં ગુજરાતી લખાણોની ગુણવત્તા વધી ગઈ. જીવનને સંગીતની ઉપમા આપી એક પ્રસંગે ગાંધીજીએ એમની સામાજિક ને રાજકીય સેવાપ્રવૃત્તિઓને કંઠ્ય સંગીત સાથે અને હૃદયમાં ચાલતા રામનામના જપને કંઠ્ય સંગીતની સાથે ગુંજી રહે લા તંબૂરાના સૂર સાથે સરખાવ્યાં હતાં. બાહ્ય પ્રવૃત્તિઓનું કંઠ્ય સંગીત ગાંધીજીનાં અંગ્રેજી લખાણો ને ભાષણોમાં સાંભળી શકાય છે, પરં તુ તંબૂરાના સૂરના જ ેવી આધ્યાત્મિક આત્મસમર્પણની મધુરતાનું મૂળ ગાંધીજીના જીવનમાં ભારતીય પરં પરાના સંસ્કારોમાં હતું અને તે એમનાં ગુજરાતી લખાણોમાં જ સ્પષ્ટ અનુભવાય છે. ગુજરાતીમાં ગાંધીજીની નિયમિત લેખનપ્રવૃત્તિ ૧૯૦૩ના જૂ નમાં ઇન્ડિયન ઓપિનિયન સાથે શરૂ થઈ. એ સાપ્તાહિક દ્વારા એમણે દક્ષિણ આફ્રિકાની હિં દી કોમની રાજકીય, સામાજિક ને નૈતિક કેળવણી શરૂ કરી અને પત્રકારત્વનો એક નવો આદર્શ વિકસાવ્યો. રાજકીય ક્ષેત્રે ગાંધીજીનો ઉદ્દેશ હિં દી કોમના નેતાઓમાં જાગૃતિ કેળવવાનો ને ટકાવી

[ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


રાખવાનો હતો. કોમની પરિસ્થિતિ તદ્દન નિરાશાજનક હતી. આવેદનપત્રો દ્વારા ન્યાય મેળવવાના સર્વ પ્રયાસો નિષ્ફળ ગયા હતા, અને ભવિષ્યમાં પરિસ્થિતિ સુધરશે એવી આશા રાખવા માટે કોઈ ચિહ્નો જણાતાં નહોતાં. વળી, વેપાર ને ધનના ઉદ્દેશથી દક્ષિણ આફ્રિકા આવેલા અથવા ત્યાં વસેલા હિં દીઓ રાજકીય કે નાગરિક સ્વમાનનો બહુ વિચાર કર્યા વિના ત્યાંની ગોરી પ્રજાને અનુકૂળ બની જ ેટલું કમાઈ શકાય તેટલું કમાવું એવી વૃત્તિ રાખે તે, એ સમયની દેશની પરિસ્થિતિમાં સ્વાભાવિક હતું. ઇન્ડિયન ઓપિનિયનના ગુજરાતી વિભાગનો ઉપયોગ ગાંધીજીએ માનસ બદલવા માટે કર્યો, અને તેમાં તેઓ એટલા સફળ થયા કે આવેદનપત્રો માટે પણ તેમની પ્રેરણા વિના કોઈ પગલું ભરવાનો ઉત્સાહ કે શક્તિ નહીં ધરાવતી કોમ ત્રણ વર્ષમાં સ્વમાનના રક્ષણ અર્થે કાનૂનભંગના આંદોલન સારુ તૈયાર થઈ. પરં તુ લોકકેળવણીનો ગાંધીજીનો આદર્શ સર્વાંગી હતો અને ઇન્ડિયન ઓપિનિયનના પહે લા જ અંકમાં એમણે જાહે ર કર્યું કે, “અમારું એવું માનવું નથી કે ઇન્ડિયનોની જ ે ખામીઓ જણાય છે તે બધી કલ્પિત છે. ભૂલ જણાશે તો બેધડક અમે બતાવીશું અને તે સુધારવાની રીત પણ સૂચવીશું.”1 સને ૧૯૦૫માં જોહાનિસબર્ગના હિં દીઓમાં મરકી ફાટી નીકળી હતી તે વેળાના ગાંધીજીનાં કેટલાંક લખાણો વિરુદ્ધ હિં દીઓમાં કચવાટની લાગણી ફે લાઈ હશે, તેનો ઉલ્લેખ કરતાં તેઓ લખે છેૹ “અમારું કામ લોકોની સેવા કરવાનું છે… સારું લગાડવાની ઇચ્છાથી અમે કશું કરવા ધાર્યું નથી અને ધારતા નથી. કડવો ઘૂંટડો પાવો એ અમારી ફરજ છે.”2 હિં દી કોમની સામાજિક ને નૈતિક ઉન્નતિ અર્થે ગાંધીજીએ 1. ‘અક્ષરદેહ’, ૩ :૩૫૬ 2. એજન, ૫ :૧૨૩

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

ઇન્ડિયન ઓપિનિયનના ગુજરાતી વિભાગમાં પશ્ચિમના કેટલાક પ્રખ્યાત લોકસેવકોનાં ટૂ કં ા, પણ મુદ્દાસર જીવનચરિત્રો આપ્યાં અને વાચકો સમક્ષ સત્યપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને લોકસેવાના આદર્શો રજૂ કર્યા.3 પશ્ચિમની પ્રજાના જાહે ર જીવનનાં મૂલ્યો પ્રત્યે ઊંડો અહોભાવ વ્યક્ત કરતાં આ જીવનચરિત્રો ગાંધીજીની વિશાળદૃષ્ટિ દેશભક્તિનાં સુંદર ઉદાહરણ છે. બ્રિટિશ પ્રજાની રહે ણીકરણીનું એક ટૂ કં ું વર્ણન તો સાહિત્યિક દૃષ્ટિએ પણ ગાંધીજીની નિરીક્ષણ ને વર્ણનશક્તિનો ઉત્તમ નમૂનો બન્યું છે.4 દેશસેવાની ભાવના સાથે ગાંધીજીમાં આ સમયે ત્યાગવૃત્તિ ને આધ્યાત્મિક અભિલાષા સ્ફુરી ચૂક્યાં હતાં. સને ૧૯૦૫ના માર્ચ માસમાં તેમણે જોહાનિસબર્ગની થિયૉસૉફિકલ લૉજના ઉપક્રમે હિં દુધર્મ ઉપર ચાર વ્યાખ્યાનો આપ્યાં અને ઇન્ડિયન ઓપિનિયનના ગુજરાતી વિભાગમાં તેનો સાર આપ્યો.5 હિં દુધર્મના સ્વરૂપનું ગાંધીજીએ કરે લું આ પહે લું જ વિવરણ કિશોર વિદ્યાર્થી પણ સમજી શકે એવાં ટૂ કં ા વાક્યોમાં એમના કર્મયોગનું રહસ્ય સમજાવી જાય છે. ભવિષ્યમાં એમણે ધર્મ ને મોક્ષ વિશે જ ે કંઈ લખ્યું તે આ લેખ ઉપરના ભાષ્ય રૂપે જોઈ શકાય. સને ૧૯૦૫થી ગાંધીજીના રાજકીય મિજાજમાં 3. એજન, ૫ 4. એજન, ૫ :૫૦૬-૭ 5. એજન, ૪ :૪૬૨ 219


નવો રં ગ આવતો લાગે છે. એ વર્ષની શરૂઆતમાં રશિયા-જપાન યુદ્ધમાં જપાનના વિજયના સમાચારે ભારતની પ્રજાને એશિયાઈ પ્રજાઓની શક્તિ વિશે ગૌરવનો રોમાંચપ્રેરક અનુભવ કરાવ્યો, અને તે પછી થોડા જ સમયમાં બંગભંગનું આંદોલન શરૂ થયું અને પ્રાંતે પ્રાંતે ‘વંદે માતરમ્’ની ઘોષણા ગાજતી થઈ. આ ઉત્સાહપ્રેરક વાતાવરણનો પડઘો ઇન્ડિયન ઓપિનિયનના ગુજરાતી વિભાગમાં પડે છે. યુદ્ધના સમાચાર આપતા લેખોમાં ગાંધીજી જપાનની પ્રજાને તેનાં સ્વદેશપ્રેમ, વીરતા, શિસ્ત ને ત્યાગશક્તિ માટે બિરદાવે છે, જોકે જપાનની જીતમાં તેઓ બીજા હિં દીઓની જ ેમ આનંદ અનુભવી શકતા નથી. તેમની દૃષ્ટિએ એ યુદ્ધ “રાક્ષસોની લડાઈ” જ ેવું હતું અને તેની ભયાનકતા તેઓ પૂરેપૂરી કલ્પી શક્યા હતા.1 બંગભંગની લડતના અંગ રૂપે શરૂ થયેલા સ્વદેશી આંદોલનના સમાચારે સ્વદેશજાગૃતિ વિશેનું પોતાનું જ સ્વપ્ન સિદ્ધ થઈ રહ્યું હોય એમ ગાંધીજીને વધારે આનંદ આપ્યો, જોકે એ આનંદ પણ શંકામિશ્રિત હતો. આંદોલનના સમાચાર આપતા લેખનું શીર્ષક હતું “હિં દુસ્તાન જાગશે શું?” અને લેખમાં તેઓ પૂછ ે છે : “પણ આપણા લોકો બંગાળમાં એટલો સંપ જાળવશે? વેપારીઓ દેશના ભલાને સારુ નુકસાન સહન કરશે?”2 ગાંધીજીનો આ નવો મિજાજ એક વર્ષ પછી ટ્રાન્સવાલના બ્રિટિશ અમલદારોએ ૧૯૦૬ના ઑગષ્ટમાં ત્યાંની હિં દી કોમ ઉપર તરે હતરે હનાં અપમાનજનક નિયંત્રણો મૂકતા એક ઑર્ડિનન્સનો મુસદ્દો બહાર પાડ્યો ત્યારે પૂર્ણ રૂપે પ્રગટ થયો. એ ઑર્ડિનન્સને એમણે “ધિક્કારપાત્ર” વિશેષણથી નવાજ્યો અને હિં દી કોમને એનો સામૂહિક ભંગ કરવાની સલાહ આપી. ઠરાવનો અમલ કરવાનો

સમય આવી પહોંચતાં ગાંધીજીની કલમમાં વળી નવી તેજી ચમકી. ઇન્ડિયન ઓપિનિયનના ૧૯૦૭ના જૂ ન માસના પ્રથમ અંકમાં એ ઠરાવની યાદ આપતા લેખનું એમણે શીર્ષક રાખ્યું, ‘શૂરા શું કરે ?’ અને “પગલાં ભરવા માંડો રે , હવે નવ વાર લગાડો રે ,” એ નર્મદાશંકરના કાવ્યમાંથી થોડી પંક્તિઓ લેખના મથાળે આપી.3 કોમનો જુ સ્સો એટલો ઉગ્ર જણાતો રે ન માટે અરજી કરવાની મુદત હતો કે રજિસ્ટ્શ જુ લાઈ માસમાં વીતી જવા છતાં સરકાર નવા કાયદા નીચે પગલાં ભરવાનું મુલતવી રાખતી ગઈ. છેક ૧૯૦૮ના જાન્યુઆરી માસમાં નેતાઓની ધરપકડ શરૂ થઈ અને લડતમાં “હવે રં ગ જામ્યો”4 ત્યાં સુધીના સાત માસ દરમિયાન ઇન્ડિયન ઓપિનિયનમાં પ્રસિદ્ધ થયેલા ગાંધીજીના ગુજરાતી લેખો એક કુ શળ પત્રકાર ને નિર્ભીક લોકનેતાની છાપ મૂકી જાય છે. નવા કાયદાની વીગતે સમજ આપતા, અઠવાડિયે અઠવાડિયે પલટાતી પરિસ્થિતિનું સામાન્ય વાચકને રસ પડે એવી પત્રકારત્વની શૈલીની પણ શિષ્ટ ભાષામાં વર્ણન કરતા, કોમને જરૂરી સૂચનાઓ તથા ક્વચિત્ ચેતવણી આપતા અને તેનો જુ સ્સો તથા સ્વમાનભાવના ટકાવી રાખવા વાચકનાં બુદ્ધિ ને હૃદયને સ્પર્શે એવી દલીલો કરતા આ લેખોની બાની વ્યવહારુ લોકબોલીની એટલી નજીક છે કે, વાચકવર્ગમાં મુસલમાનોની મોટી સંખ્યા હોવાથી એમાં મુસ્લિમ ગુજરાતીની સ્પષ્ટ છાપ પડી છે. વળી લોકબોલીના રૂઢિપ્રયોગોનો પણ ગાંધીજી અસરકારક ઉપયોગ કરી જાણે છે. “કરણી તેવી ભરણી જગવિખ્યાત કહે વત છે. આવો જ ે કાયદો છે તે કંઈ હિં દી કોમને સારુ બદલાવાનો નથી. કડવીના વેલામાં મોગરો થનાર નથી…જ્યાં સૌ સૌનું ફોડી લે છે ત્યાં સૌનું ફૂટી જાય છે.”5

1. એજન, ૪ :૪૨૩ 2. એજન, ૫:૪૮

3. એજન, ૭:૩ 4. એજન, ૮:૪ 5. એજન, ૭:૩૮

220

[ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


“કોઈના તુંબડાથી તરવાનું નથી. પણ આપણા પોતીકા બળ વડે તરવાનું છે. હં ુ ધૂળ ખાઈશ તેથી શું વાંચનાર ખાશે? હં ુ ખાડામાં પડીશ તેથી વાંચનાર તેમાં પડશે?”1 સાદી ભાષામાં પણ કેટલું બળ હોઈ શકે તેના આ લેખો સચોટ નમૂના છે. ગાંધીજી ભારત પાછા ફર્યા ત્યાર પછીના તેમનાં ગુજરાતી લખાણોનું ગદ્ય વધારે પ્રવાહી ને સૂક્ષ્મ બને છે, પરં તુ દક્ષિણ આફ્રિકાની લડત વેળાના લેખોમાં જોવા મળે છે એવું લોકવાણીનું તેજ એમાં નથી. રે નના કાયદામાં વાંધાજનક તત્ત્વ શું છે તે રજિસ્ટ્શ સમજાવતા એક લેખમાં તેઓ લખે છે : “…એ કાયદો ઘડીને ગોરા લોકો એમ બતાવવા માગે છે કે એશિયાટિક તે માણસ નથી, હે વાન છે; સ્વતંત્ર નથી, ગુલામ છે; ગોરાના સરખા નથી, તેનાથી ઊતરતા છે; તેની ઉપર જ ે થાય તે સહન કરવા જન્મેલા છે, સામે થવાનો હક નથી; મરદ નથી, બાયલા છે… અમને કોઈ પૂછ ે કે આ બધું કાયદાની કઈ કલમમાં આવ્યું છે તો તે બતાવવું ભારે થઈ પડે. ધંતૂરાનાં ફૂલ જોઈને કોઈ બતાવી શકશે નહીં કે તેમાં કઈ જગ્યાએ ઝેર વસેલું છે. તેનું પારખું જ ેમ ખાધાથી થાય છે તેમ આ કાયદાનું સમજવું. એ કાયદો આખો વાંચનાર તથા સમજનાર મરદ હોય તો તેનાં રૂવેરૂવાં ઊભાં થાય જ. તે હિં દીનું પાણી લઈ લે છે. અને પાણી વિનાની તલવાર જ ેમ નકામી થઈ પડે છે તેમ કાયદાની નીચે આવેલ હિં દી માણસજાતમાંથી જાય છે.”2 કેટલાક લેખોમાં તો ગાંધીજી વાણીની અહિં સાની મર્યાદા પણ વટાવી જતા લાગે છે. કોમના આદેશનો અનાદર કરી રે ન કેટલાક વેપારીઓએ છૂપી રીતે રજિસ્ટ્શ સર્ટિફિકેટ માટે અરજી કરી છે એ સમાચાર આપતાં તેઓ લખે છે : “એવું કહે વાય છે કે મિ. ખમીસાની

દુકાનમાં તે રાતે આશરે વીસ માણસોએ પોતાના હાથ અને મોં કાળાં કર્યાં3 અને હિં દી કોમને બટ્ટો રે નના કાયદામાં થોડા લગાડ્યો.”4 જો રજિસ્ટ્શ નજીવા ફે રફાર કરવામાં આવે તો એ સ્વીકારી લેવામાં આવશે એ મતલબની અરજી કરનાર વેપારીઓને ગાંધીજી પૂછ ે છે, “શું તેમને એટલું નથી સૂઝતું કે તેઓની હિચકારી અરજીથી હિં દીનું માન ઘટે છે ને હિં દીની ટેકને ધક્કો લાગે છે?5 ગુલામીને કારણે સ્વત્વ ગુલામી બેઠલ ે ી પ્રજાને સ્વમાનનો પાઠ ભણાવતા આવા લેખો ગાંધીજીના સ્વભાવમાં રહે લા ક્ષાત્રતેજનો અને એક શબ્દસ્વામી તરીકેની એમની શક્તિનો એકસાથે પરિચય કરાવી જાય છે. સમાધાની થતાં ગાંધીજી યુદ્ધવીર મટી ફરી રે નના લોકશિક્ષક ને લોકસેવક બની ગયા. રજિસ્ટ્શ કાયદા વિરુદ્ધની લડત ગાંધીજી માટે ગીતાના સમત્વનો પ્રથમ પ્રયોગ હતો, અને એ પ્રયોગમાં તેઓ સફળ પાર ઊતર્યા હતા. આ અનુભવે એમનામાં ઊંડી આત્મશ્રદ્ધા પ્રેરી હતી અને એમના

1. એજન, ૭:૯૪ 2. એજન, ૭ :૩૭૭

3. દશ આંગળાંની છાપ આપી. 4. ‘અક્ષરદેહ’, ૭:૧૩૫ 5. એજન, ૭ :૨૧૯

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

ભારત પાછા ફર્યા ત્યાર પછીના તેમનાં ગુજરાતી લખાણોનું ગદ્ય વધારે પ્રવાહી ને સૂ�મ બને છે,

પરંતુ દ‌િ�ણ આફ્રિકાની લડત વેળાના લેખોમાં જોવા મળે છે એવું લોકવાણીનું તેજ એમાં નથી.

રજિસ્ટ્રેશનના કાયદામાં વાંધાજનક ત�વ શું છે

તે સમજાવતા એક લેખમાં તેઓ લખે છે : ‘‘…એ કાયદો ઘડીને ગોરા લોકો એમ બતાવવા માગે છે

કે એશિયાટિક તે માણસ નથી, હે વાન છે; સ્વતંત્ર નથી, ગુલામ છે; ગોરાના સરખા નથી, તેનાથી ઊતરતા છે…’’

221


લેખોની શૈલીમાં યુદ્ધનો જુ સ્સો જણાતો હતો તેને બદલે હવે, નવા પાકેલા ફળની સુવાસ જ ેવી નવી ફોરમ પ્રગટી. વ્યવહારુ દૃષ્ટિએ સમાધાની દ્વારા હિં દી કોમને માત્ર નજીવી છૂટછાટો મળી હતી, પરં તુ કોમે અન્યાયી કાયદા સામે માથું ઊંચક્યું હતું અને સરકારને પોતાની સાથે વાટાઘાટો કરવાની ફરજ પાડી હતી એ હકીકત ગાંધીજી માટે કોમના નૈતિક વિજયરૂપ હતી, અને એ દૃષ્ટિબિંદુ એમણે સ્વસ્થ ને ગૌરવભરી ભાષામાં કોમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ‘સમાધાની ઉપર સવાલ-જવાબ’1 અને ‘મારો ઇલકાબ”2 એ લેખોમાં ગાંધીજીનું આ નવું, સૌમ્ય રૂપ આકર્ષક રીતે પ્રગટ થાય છે. એમાં જોવા મળતું તર્કકુ શળતા, વિચારોની સરળતા ને ભાષાસૌજન્યનું મિશ્રણ ગુજરાતી ગદ્યમાં એક નવું તત્ત્વ હતું અને ગદ્યલેખક તરીકેના ગાંધીજીના વિકાસમાં અગત્યનું સીમાચિહ્ન બની રહે છે. આમ ઊંડી ને નમ્ર બનતી ગાંધીજીની સત્યદૃષ્ટિને સ્પષ્ટ કરવામાં ગ્રીક ચિંતક સૉક્રેટિસના દૃષ્ટાંતે મદદ કરી હશે એમ લાગે છે. ઍથેન્સની જનસભામાં સૉક્રેટિસ ઉપર ચલાવવામાં આવેલા મુકદ્દમા દરમિયાન તેણે કરે લા પોતાના બચાવનો અને મૃત્યુદંડ માટે નક્કી કરે લા દિવસની આગલી રાત્રે તેને જ ેલમાંથી નાસી છૂટવા માટે સમજાવવાનો પ્રયત્ન કરતા શિષ્ય ક્રિટોને તેણે આપેલા ઉત્તરનો પ્લેટોએ ભાષણ રૂપે ને સંવાદ રૂપે જ ે સાર આપ્યો છે તેમાં વ્યક્ત થતાં સૉક્રેટિસના સત્યપ્રેમ, સત્યની શોધ માટે ગમે તે ભોગ આપવાની તેની તૈયારી, મૃત્યુ વિશેની તેની નિર્ભયતા અને સ્વદેશબાંધવોના અજ્ઞાનની સામે પ્રચાર કરવાની તમન્નાની સાથે સ્વદેશના અન્યાયી કાયદાનું પણ પાલન કરવાનો એનો આગ્રહ ઇત્યાદિ ગુણોએ સૉક્રેટિસના વ્યક્તિત્વને યુરોપના બૌદ્ધિક વિકાસના

ઇતિહાસમાં અજોડ સ્થાન આપ્યું છે. જ ેલનિવાસ દરમિયાન ગાંધીજીએ એ લેખો વાંચ્યા, અને સૉક્રેટિસના વ્યક્તિત્વનું આકર્ષણ અનુભવી જ ેલમાંથી છૂટ્યા પછી ‘એક સત્યવીરની કથા’3 એ શીર્ષક નીચે એક ગુજરાતી લેખમાળામાં એ લેખોનો સાર આપ્યો. ‘સર્વોદય’4 એ શીર્ષક નીચે બીજી એક લેખમાળામાં ગાંધીજીએ અંગ્રેજ લેખક રસ્કિનના પુસ્તક ‘અન્ટુ ધિસ લાસ્ટ’, જ ેમાંથી એમને સત્યના પૂજારીને શોભે એવા દૈનિક જીવનની કલ્પના અને તે કલ્પનાને સાકાર કરવા ફિનિક્સ આશ્રમની સ્થાપનાની પ્રેરણા મળી હતી, તેનો ગુજરાતી વાચકો માટે ટૂ કં ો ને સરળ સાર આપ્યો. આ બંને લેખમાળામાં સત્યાગ્રહ માત્ર અન્યાયના પ્રતિકારનું શસ્ત્ર નથી પણ એક જીવનરીતિ છે એ ભાવના સાકાર થતી દેખાય છે. સન ૧૯૦૮-૯ દરમિયાન ગાંધીજીને ત્રણ વખત જ ેલમાં જવાનું થયું અને ઇન્ડિયન ઓપિનિયનના વાચકો માટે એમણે એ ત્રણે અનુભવોનું વર્ણન કર્યું. એ લેખમાળાઓમાં આદર્શ સત્યાગ્રહી વિશેની ગાંધીજીની કલ્પના સ્પષ્ટ થતી દેખાય છે. જ ેલજીવનના ક્લેશજનક અનુભવોને પણ પૂર્ણ સ્વસ્થતાથી ને હળવા નર્મભાવથી વર્ણવતા અને ક્વચિત્ પોતાના હૃદયભાવોનું તટસ્થતાથી નિરૂપણ કરતા આ લેખો ગાંધીજીની સામાન્ય માનવતાનું રોચક ચિત્ર આપે છે. થોડા સમય માટે ગાંધીજીને જ ેલમાં કાફર જાતિના હબસીઓ સાથે રહે વાનું થયું હતું. એ અનુભવનું વર્ણન કરતાં તેઓ લખે છે : “પણ આપણને છેક કાફરાઓની સાથે એ સહન ન થઈ શકે એવું જણાયું… તોપણ અમને કાફરાઓની સાથે રાખ્યા એ ઘણે ભાગે સંતોષ પામવા જ ેવું થયું હતું. તેઓની હાલત, તેઓ તરફની

1. એજન, ૮ :૭૨–૯ 2. એજન, ૮ :૮૬-૯

3. એજન, ૮ 4. એજન, ૮

222

[ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


વર્તણૂક અને તેઓના ખવાસ જાણવાની આ ભલી તક મળી. બીજી રીતે જોતાં તેઓની સાથે મૂકવામાં હલકાઈ ગણવી એ મનને ઠીક ન લાગ્યું. છતાં સાધારણ રીતે જોતાં હિં દીને અલગ રાખવા જોઈએ એમાં પણ શક નથી.”1 વાચક જોઈ શકે છે કે દક્ષિણ આફ્રિકાના ગોરાઓ હિં દીઓ પ્રત્યે અનુભવતા તેવી કંઈક સૂગ ગાંધીજી પણ અહીં આફ્રિકાવાસીઓ પ્રત્યે અનુભવે છે, જોકે તેઓ એમના હૃદયની એ નિર્બળતા પ્રત્યે સજાગ છે અને તેને છતી કરતાં સંકોચ નથી અનુભવતા. બીજા એક પ્રસંગે પોતાના હૃદયભાવનું ગાંધીજીએ કરે લું વર્ણન એમની કર્મયોગની સાધનાનું એક અગત્યનું રહસ્ય પ્રગટ કરી જાય છે. બીજા જ ેલઅનુભવનું વર્ણન કરતાં એક પ્રસંગે તેઓ લખે છે : “મારા શબ્દો ઉપર આધાર રાખી ઘણા હિં દીઓ જ ેલમાં આવે છે. હં ુ જો ખોટી સલાહ આપતો હોઉં તો હં ુ કેટલો પાપી બનું? મારે લીધે આટલું દુઃખ હિં દીને થાય? મેં એમ વિચારી ઊંડો શ્વાસ નાખ્યો.” પણ

તુરત “ઈશ્વરને સાક્ષી જાણી ફરી વિચાર્યું ને હં ુ વિચારમાં ડૂ બકી મારી પાછો હસી નીકળ્યો.”2 કર્તૃત્વભાવનો ત્યાગ કરી તથા કર્મફળ ઈશ્વરને સમર્પિત કરી “ક્ષુદ્ર હૃદયદૌર્બલ્ય” જીતવાની ગાંધીજીની આ રીત બીજા એક પ્રસંગે પણ જોવા મળે છે. સને ૧૯૧૩ની લડતમાં હરબતસિંગ નામનો સિત્તેર વર્ષનો એક ગરીબ મજૂ ર જ ેલમાં ગયો હતો અને ત્યાં મૃત્યુ પામ્યો હતો. એના મૃત્યુ વિશે પોતાની જવાબદારીનો વિચાર કરી ગાંધીજી ઉદાસ થઈ ગયા હતા. “અરે જીવ, જો તેં તારા નિર્દોષ, અભણ છતાં જ્ઞાની ભાઈઓને ખોટે રસ્તે દોર્યા હશે તો તું કેટલા પાપનો જવાબદાર થઈશ? તારી ભૂલ તને માલૂમ પડશે ત્યારે તારો પશ્ચાતાપ શા કામમાં આવશે?” પરં તુ તુરત વિચાર આવ્યો કે “જો તેં શુદ્ધ બુદ્ધિથી તારા ભાઈઓને જ ેલ જવાની સલાહ આપી હશે તો તું નિર્દોષ ઠરશે.”3 ગાંધીજીની કવિકલમ અનેક પ્રસંગોએ આંતરવિકાસની આવી અનુભવક્ષણોની ઝાંખી કરાવે છે.

1. એજન, ૮:૧૨૭

2. એજન, ૯:૧૫૭ 3. એજન, 12:276-7 

ગાંધીજી સવ્યસાચી હતા. અંગ્રેજી વધુ સુઘડ, બાઇબલની શૈલીની ઝાંયવાળું લખતા એમ પણ કોઈ કહે . એડવર્ડ થૉમ્પસન બીજી ગોળમેજી પરિષદ વખતે એમને ખરડાઓ તૈયાર કરી આપતા અને પછી જોતા કે ગાંધીજી કેટલુંક કાપી નાખે અને ક્યાંક એકાદ નામયોગી અવ્યય મૂકી દે. થૉમ્પસન નોંધે છે કે ગાંધીજી અંગ્રેજી ભાષાની નામયોગી અવ્યયની શક્તિના ભારે પરખંદા હતા. ગાંધીજીના ગુજરાતી લખાણમાં સરળતા, ઘરે ળુપણું, સોંસરાપણું અને અનુભવમાંથી નીતરતી વાણીમાં અવશ્ય પ્રગટ થતી સચ્ચાઈ અને ઉદાત્તતા જોવા મળે છે. મંગળપ્રભાતના કોઈ પણ એક નિબંધની ભાષાશક્તિ તપાસી જુ ઓ. અરે , આરોગ્યની ચાવી જ ેવી પુસ્તિકામાં પ્રગટ થતી ભાષાની શક્તિનું પૂરું બયાન કરવું હોય તો તેનું એ પુસ્તક કરતાંય મોટા કદનું પુસ્તક મારે લખવું પડે. ઉમાશંકર જોષી

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

223


બા : મહાત્માનાં અર્ધાંગિની અરુણ ગાંધી “બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કંઈ મારી ખેંચથી નહોતું બન્યું, પણ બામાં જ એ ગુણ સમય આવ્યે ખીલી નીકળ્યો. તેની ઇચ્છાશક્તિ ખૂબ મજબૂત હતી. નવપરિણીત કાળમાં હં ુ બાને હઠીલી ગણી કાઢતો, પણ આ મજબૂત ઇચ્છાશક્તિને લીધે તે અજાણમાં જ અહિં સક અસહકારની કળામાં મારી ગુરુ બની. મારું જાહે ર જીવન ખીલતું ગયું તેમ બા ખીલતી ગઈ, અને પુખ્ત વિચારપૂર્વક મારામાં એટલે કે મારાં કામમાં સમાતી ગઈ.”—ગાંધીજીના આ કહે ણમાં કસ્તૂરબાના જીવનની સફર સમાઈ જાય છે. જોકે આ સફર સરળ નહોતી, તેમાં અનેકવિધ ઘટનાઓ છે, ગાંધીજી જ ેવા વિરાટ વ્યક્તિત્વનો ઓછાયો છે. આમ છતાં કસ્તૂરબા સમયના વહે ણ સાથે પોતાના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંને પૂર્ણ રીતે ખીલવે છે. કસ્તૂરબાનાં આવાં અનેકવિધ પાસાઓનો પરિચય તેમના પૌત્ર એવા અરુણ ગાંધીએ ધ ફૉરગોટન વુમન નામના પુસ્તકમાં કરાવ્યો છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ બા : મહાત્માનાં અર્ધાંગિનીના નામે સોનલ પરીખે કર્યો છે. આ પુસ્તકને તાજ ેતરમાં શ્રેષ્ઠ અનુવાદિત પુસ્તક તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીએ પોંખ્યું છે, તો આ પ્રસંગે તે પુસ્તકનું એક પ્રકરણ માણીએ.

કિશોર ગૃહિણી

તેર વર્ષનાં કસ્તૂરબાઈ રાજકોટથી સાસરે આવ્યાં. બીવાનું શા માટે? આ પહે લાં તે કદી પોરબંદરની બહાર નીકળ્યાં નહોતાં. રાજકોટના આ નવા ઘરમાં સ્વચ્છ સવાર તેજસ્વી સૂર્યપ્રકાશ સાથે ઊગતી, પણ કસ્તૂરબાઈનું ધ્યાન તે તરફ ભાગ્યે જ જતું. તેને માટે રાજકોટ એક નવી દુનિયા હતી. ત્યાં આવવાનો નવીન અનુભવ એના મનને ભરી રહ્યો હતો. તે રોમાંચિત થતી. તેના સ્વભાવમાં નિર્ભયતા હતી. બાળકો સાપ, વીંછી, મદારી, જંગલી પશુઓ કે અંધારાથી ડરતાં હોય છે, પણ કસ્તૂરબાઈને આમાંની એક પણ ચીજનો ભય ન લાગતો. તો પછી નવી જગ્યાથી બાૹ મહાત્માનાં અર્ધાંગિની લે.ૹ અરુણ ગાંધી અનુ.ૹ સોનલ પરીખ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2016 પેપર બૅક સાઇઝૹ 5.5" × 8.5" ISBNૹ 978 – 81 – 7229 – 718 – 3 પાનાંૹ 272 • ૱ 200

224

તે વખતના રિવાજ મુજબ સ્ત્રીઓ માટેના ગાડામાં કસ્તૂરબાઈએ અને પુરુષો માટેના ગાડામાં મોહનદાસે મુસાફરી કરી. મોહનદાસના ગાડામાં હતા બે વરરાજા મોહનદાસ અને કરસનદાસ, મોટા ભાઈ લક્ષ્મીદાસ અને પિતા કરમચંદ. કસ્તૂરબાઈ સાથે હતાં, બીજી નવવધૂ ગંગા, જ ેઠાણી નંદકુંવરબા અને સાસુ પૂતળીબા. મુસાફરી લાંબી હતી. ગાંધી પરિવારની મહિલાઓને એકબીજાનો પરિચય કેળવવાની સરસ તક મળી. ગાડાં રાજકોટ પહોંચી ગાંધીકુ ટુબ ં ના આંગણે આવીને ઊભાં. મોહનનાં બહે ન રળિયાતબાએ વરવધૂને પોંખ્યાં. ભાઈઓ પાસે ભેટ માગી. ભાઈઓએ આપી. સાસુ પૂતળીબા નવી વહુને ઘરમાં દોરી ગયાં. ચોખાભરે લા કળશને પગની ઠેસથી ઊંધો પાડી કસ્તૂરબાઈએ ઉંબરો ઓળંગી ઘરમાં પ્રવેશ કર્યો. ગંગા-કરસનદાસનો ગૃહપ્રવેશ તેમની પહે લા થયો હતો. ઉંમરમાં તો કસ્તૂરબાઈ ગંગાથી [ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


મોટાં, પણ કરસનદાસ મોહનથી મોટો એટલે ગૃહપ્રવેશ પ્રથમ કરસનદાસ-ગંગાનો થયો. નવું ઘર, નવું જીવન, નામ પણ નવું — કસ્તૂરબાઈ ગાંધી. કસ્તૂર હવે કન્યા નહોતી, ગૃહિણી હતી, તેથી તે પદને અનુરૂપ બાઈ વિશેષણ તેને મળ્યું. શરૂ શરૂમાં નવું લાગ્યું પણ પછી કસ્તૂરબાઈ આ સંબોધનથી ટેવાવા માંડ્યાં. પણ પોરબંદરનું પોતાનું ઘર હજી ભુલાતું નહોતું. કાપડિયા પરિવારની ઢીંગલી જ ેવી કન્યા કસ્તૂરની અને ગાંધી-પરિવારની પુત્રવધૂ કસ્તૂરબાઈની જીવનશૈલીમાં આભ-જમીનનો ફરક હતો. તે વખતે કાઠિયાવાડમાં ઘૂમટો કાઢવાનો રિવાજ હતો. એ મુજબ પતિ-પત્ની દિવસના અજવાળામાં એકબીજા સાથે વાત કરી શકે નહીં. એવું કરવું અવિવેક ગણાય. નવપરિણીતાને ઘરના પુરુષ સભ્યો સામે કે મહે માનોની સામે બહાર નીકળવાની પરવાનગી ન મળતી. મોહનદાસની શાળા ફરી શરૂ થઈ હતી. એટલે મળવાનો મોકો છેક મોડી રાત્રે તેમને અપાયેલા નાનકડા શયનગૃહમાં જ મળતો. કસ્તૂરબાઈનો આખો દિવસ ઘરના કામકાજમાં જતો. ત્યારની પ્રથા પ્રમાણે કસ્તૂરબાઈથી મોટી ત્રણેય મહિલાઓ — સાસુ પૂતળીબા, જ ેઠાણી નંદકુંવરબા અને સંબંધે જ ેઠાણી પણ ઉંમરમાં પોતાથી નાની ગંગા — આ સૌને કસ્તૂરબાઈને કામ ચીંધવાનો અધિકાર હતો. પણ કસ્તૂરબાઈ નસીબદાર હતાં. તેને કદી ઘરની દાસી ગણવામાં આવ્યાં નહોતાં. બીજા પરિવારોમાં તો નાની વહુ એટલે ચાકરડી. અહીં પૂતળીબા ભલાં, સમજુ ને પ્રેમાળ હતાં. સાસુપણું ન કરતાં. ત્રણ વહુઓ પાસે કામ લેતાં વખતે કોઈ ભેદભાવ ન રાખતાં. હુકમ ન કરતાં, સૂચનો આપતાં. સવારમાં સૌની પહે લાં ઊઠતાં ને રાત્રે સૌથી મોડાં સૂતાં. नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

કરમચંદ રાજકોટના દીવાન, એટલે મળવા આવનારાઓનો પાર નહીં. કસ્તૂરને આખો દિવસ કામ પહોંચે. ચા-નાસ્તો-ભોજન ચાલતાં રહે . કરમચંદને પૈસાનો મોહ નહોતો. કુ ટુબ ં ીઓ સુખેથી જીવી શકે એટલે બસ. એનાથી વધુ સંપત્તિ કમાવાનું તેમણે મન કર્યું નહોતું. સ્વભાવે ઉદાર એથી ઘરમાં નોકરચાકરોની પણ કમી નહોતી. બ્રાહ્મણો આવેજાય, વેપારીઓની અવરજવર હોય. ગાંધીકુ ટુબ ં માં કોઈને કામકાજ કરવામાં નાનમ નહીં. મુલાકાતી સાથે વાત કરતા કરતાં કરમચંદ પણ ઝાડ નીચે બેસીને ભાજી વીણતા દેખાય. સાસુ પૂતળીબા સાત્ત્વિક અને ધર્મિષ્ઠ મહિલા. વસ્ત્ર અને ઘરે ણાંના ઠઠારાથી ચીડ અનુભવે. આત્મનિયંત્રણ માટે વ્રત-ઉપવાસ કરે , આત્મશુદ્ધિ માટે નવાં નવાં વ્રતો શોધતાં જાય. પ્રાર્થના કર્યા વિના અન્નનો દાણો પણ મોંમાં ન મૂકે. સ્નાન વગર પ્રાર્થના ન કરે ને પ્રાતઃવિધિ ન પતે ત્યાં સુધી સ્નાન ન કરે . કસ્તૂરનાં માતા-પિતા પણ ધાર્મિક પ્રકૃ તિનાં હતાં. વ્રત-ઉપવાસ ને પ્રાર્થનાથી તે પરિચિત હતી. તેનાથી તે સુરક્ષા અનુભવતી. નવા ઘરમાં હજી તેનો પગ પૂરો સ્થિર થયો નહોતો ત્યાં જ પોતાને પરણેલા શાંત તરુણના સ્વભાવમાં એક પરિવર્તન થયેલું કસ્તૂરે અનુભવ્યું. હિં દુ પતિની ભૂમિકા અદા કરવાના પ્રયત્નોમાં મોહનદાસ માલિકીપણા અને ઈર્ષાની ભાવનાનો શિકાર બન્યો હતો. શરૂઆત બજારમાં મળતી નાની પુસ્તિકાના વાચનથી થઈ હતી, જ ેમાં તરુણ પતિઓને તેમના અધિકાર અને જવાબદારીઓ વિશે સમજ આપતી વાતો હતી. તેમાંથી મોહન બીજુ ં કશું શીખ્યો હોય કે નહીં, એક ચીજ તેના મનમગજ પર કોતરાઈ ગઈ તે એ કે પતિએ હં મેશાં પત્નીને વફાદાર રહે વું 225


જોઈએ. મોહનને આ વિચાર ગમી ગયો. ફક્ત એટલા માટે નહીં કે મોહનના પાછળથી વિકસેલા સત્ય પ્રત્યેના પ્રેમનું એમાં બીજ હતું, પણ એટલા માટે પણ, કે તે કસ્તૂરને અત્યંત ચાહતો હતો. દિવસભર તેના જ વિચારોમાં મશગૂલ રહે તો. તેની પ્રત્યે બિનવફાદારી? સવાલ જ નહોતો. અને એટલે સ્વાભાવિકપણે તે કસ્તૂર પાસે પણ તેવી જ વફાદારી ઇચ્છતો હતો પણ આ વફાદારી શીખવવાની મોહનની કોશિશ જરા અસભ્ય અને જંગલી કહે વાય તેવી હતી. તેના બિનઅનુભવી મને તારણ કાઢ્યું કે વફાદાર પતિનો પત્ની પર પૂરો અધિકાર છે. તેની વફાદારીની પતિએ ચોકી કરવી જોઈએ. એટલે એક રાત્રે મોહને ફરમાન કાઢ્યું : ‘કસ્તૂર, તારે જ્યાં જવું હોય ત્યાં મારી રજા લઈને જવાનું, અને મને પૂરી ખબર આપવાની કે તું ક્યાં જાય છે, ક્યારે જાય છે, કોને મળે છે, શા માટે મળે છે.’ કસ્તૂર પર આ ફરમાન ભારે બંધનરૂપ થઈ પડ્યું. ઘરનાં કામોની વચ્ચે નવરાશનો આવો સમય મળે ત્યારે પરિવારની અન્ય મહિલાઓ જોડે આડોશપાડોશમાં હળવામળવા જવું ગમતું. ઘણી વાર પૂતળીબા તેને મંદિરે લઈ જતાં, આવે વખતે ગંગા અને નંદકુંવરબાને રજા માગવા પોતાના પતિઓને શોધવા પડતા નહોતા, તો પોતાને શા માટે પતિની રજા માગવા જવું પડે? કેવું મૂંઝવણભર્યું અને અપમાનજનક! બા પહે લેથી જ ગૌરવશાળી અને સ્વતંત્ર મિજાજનાં. જ ેઓ તેમને નજીકથી ઓળખે છે તેઓને ખ્યાલ આવશે કે બા કોઈની જોહુકમી સાંખી લે તેવાં નહોતાં, પતિની પણ નહીં. જોકે તેમની રીતભાતમાં કદી આક્રમકતા નહોતી, વિનય અને શાલીનતા હતાં. ઉપરાંત તેમનું ઘડતર પરં પરાગત રીતે થયું હતું એટલે તેમનામાં જન્મજાત સંસ્કારિતા હતી. આટલી 226

નાની વયે સ્થાપિત પરં પરાઓ સામે વિદ્રોહ કરે તેવું તેનું મન પણ ન હતું. તેથી પહે લી વાર મોહને વફાદારીની વાત કરી ત્યારે જ કસ્તૂરબાઈએ મોહનને ખાતરી આપી હતી કે પોતે વફાદાર પત્ની બની રહે શે. તેના માટે તો બીજા કોઈ વિશે વિચારવું પણ અસંભવ હતું. પણ જ્યારે તેના પર પ્રતિબંધો મુકાયા ત્યારે તેણે વિરોધ તો ન કર્યો, પણ વચન પણ ન આપ્યું કે પોતે એ પ્રતિબંધોને પાળશે. બીજા દિવસે મોહનને કહ્યા વિના કસ્તૂર પૂતળીબા સાથે મંદિરે ગઈ. મોહનદાસ વાંધો કેવી રીતે ઉઠાવે? કસ્તૂર પોતાની માના કહે વાથી મંદિરમાં ગઈ હતી — એ મા, જ ેને મોહન અત્યંત ચાહતો, પૂજતો પણ. બીજા અને ત્રીજા દિવસે પણ કસ્તૂર મંદિરે ગઈ ત્યાર પછી તે પોતાની જ ેઠાણી સાથે પાડોશીને ત્યાં ગઈ. આમ શબ્દોથી નહીં, કાર્ય વડે તેણે મોહનને જણાવ્યું કે તે મોહનની જોહુકમીને તાબે નહીં થાય. મોહન ગુસ્સે થયો. વધુ પ્રતિબંધો મૂકવા લાગ્યો અને બંને વચ્ચે પહે લી વાર ઝઘડો થયો. કસ્તૂરબાઈએ કહ્યું, ‘તમારું કહે વું એમ છે કે હં ુ તમારું માનું, તમારાં માનું કહ્યું ન કરું?’ જ્યારે તેઓ કે ઘરની કોઈ વડીલ વ્યક્તિ મને તેમની સાથે જવા કહે તો હં ુ તેમને એમ કહં ુ કે મને પતિની રજા સિવાય બહાર પગ મૂકવાની મનાઈ છે?’ પતિ પાસે જવાબ ન હતો. અંતે મોહનદાસને સમજાયું કે કસ્તૂરબાઈ જ ેના પર શાસન ચલાવી શકાય તેવી સ્ત્રી નથી. પ્રતિબંધો પાછા ખેંચાયા, જિંદગી રાબેતા મુજબ ચાલવા માંડી. મોહનદાસને કડવું સત્ય પ્રાપ્ત થયું — કસ્તૂરબાઈ પોતાની ઇચ્છા હશે તો જ મોહનદાસનું કહ્યું કરશે અને જો પોતાના નિર્ણયો સાચા નહીં હોય તો કસ્તૂરબાઈ તેની ઉપેક્ષા કરી પોતાની રીતે જીવવાનું ચાલુ રાખશે. [ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


આ બધી મૂંઝવણ અને ગડમથલોને લીધે મોહનદાસનો અભ્યાસ બગડવા લાગ્યો. પોરબંદરથી તેડુ ં આવ્યું ને કસ્તૂરબાઈને લાંબા સમય માટે પિયર જવાનું ગોઠવાયું. પોરબંદરમાં પોતાનાં પરિચિત સ્વજનો અને પરિચિત વાતાવરણને જોઈ કસ્તૂરબાઈ રાજી થઈ. સગાંસંબંધીઓ અને સખીઓને મળવાનો આનંદ લૂંટવા લાગી. વાતોનાં વડાં ને લટકામાં ગીતો. કસ્તૂરબાઈને ગાવું ગમતું. પોરબંદરના ગાંધી-પરિવારમાં ત્યારે નવપરિણીત મોતીલાલ અને હરકુંવર રહે તાં. કસ્તૂરબાઈ પોતાની અંગત વાતો હરકુંવર સાથે કરતાં. જરૂર આ વાતો દરમિયાન કસ્તૂરબાઈએ પોતાના લગ્નજીવન અને પતિ વિશેની પોતાની મૂંઝવણ વ્યક્ત કરી હશે, કે કેવી રીતે પોતે આખો દિવસ મોહન વિશે વિચારતાં રહે તાં, કેવી અધીરાઈથી ઘરનાં કામો પતાવી કેવી આતુરતાથી રાત્રે મોહનદાસ પાસે જતાં. … પણ તો પછી છેલ્લા થોડા મહિનાઓથી પોતે મોહનદાસનો વિરોધ કેમ કરવા લાગી હતી? તેનું કહ્યું ઘણી વાર માનતી કેમ નહોતી? આ પ્રશ્નનો જવાબ તેને જ ે મળ્યો હતો તેની પણ વાત તેણે પોતાની સખીને કહી હશે. જવાબ એ હતો કે મોહનદાસ બદલાયા હતા. જાણે પહે લાંના મોહન જ નહીં. આ નવો મોહન સમજાતો નહોતો, ગળે ન ઊતરે તેવી વાત કરતો હતો. પણ તેથી તેનું ન માનવું — એ સારું કહે વાય? પોતે સારી પત્ની નથી કે શું? મોહનદાસને કેવી રીતે સમજાવવું કે પોતાને પણ પોતાની જિંદગી હોય, મરજી હોય? પોતાની જવાબદારીઓ હોય? તેને સારી પત્ની જરૂર બનવું હતું પણ તેને પોતાની જાતને છેતરવી પણ નહોતી. વડીલ સ્ત્રીઓ વાર્તાઓ કહે તી તે કસ્તૂરબાઈને યાદ હતી. એ વાર્તાઓ મહાન ભારતીય આર્ય નારીઓની રહે તી. नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

તેમાંની એક વાર્તા કસ્તૂરબાઈને વારે વારે યાદ આવતી — ઝાંસીની વીર રાણી લક્ષ્મીબાઈની વાર્તા. 1857માં — કસ્તૂરબાઈના જન્મ પહે લાં થોડાં જ વર્ષે — રાણી લક્ષ્મીબાઈ યુદ્ધભૂમિ પર વીરગતિ પામ્યાં હતાં. કસ્તૂરબાઈનાં માતા કસ્તૂરબાઈને આ વાર્તા ખાસ કહે તાં. કદાચ પોતાની પુત્રી પણ બહાદુર અને દેશભક્ત બને એટલા માટે. વ્રજકુંવરબાને પોતાની પુત્રી કસ્તૂરબાઈની શક્તિમાં વિશ્વાસ હતો. વખત આવ્યે કસ્તૂરબાઈ પણ રાણી લક્ષ્મીબાઈની જ ેમ પોતાના સૈન્યની આગેવાની કેમ ન કરી શકે — જોકે કસ્તૂરબાઈને કદી યુદ્ધભૂમિમાં જવાનું આવવાનું ન હતું, પણ સ્ત્રીનું જીવન તો કપરું છે, બહાદુરી તો જોઈએ જ એવી તેમની સમજ હતી. આ તરફ કસ્તૂરબાઈની ગેરહાજરીમાં મોહનદાસ ભણવા લાગી ગયો હતો. લગ્નને કારણે ઘણા દિવસ પડ્યા હતા. તે ભૂગોળમાં કાચો થઈ ગયો હતો. અક્ષરો બગડ્યા હતા, પણ અંગ્રેજી અને ભૂમિતિ વધુ સારા થયા હતા. ત્રણેય વરરાજાઓમાં તેનો નંબર આગળ હતો. પણ આ બધા દરમિયાન તેનું ચિત્ત તો સતત તરુણ પત્નીમાં જ રહે લું. તેના વિના તેને સાવ એકલું લાગતું. સતત તેની જ પ્રતીક્ષા રહે તી. તેને થતું, કસ્તૂરબાઈ સાથે વધુ સમય વિતાવવા મળે તે માટે શું કરવું? વિચાર આવ્યો, જો કસ્તૂરબાઈને વાંચવા-લખવાનું શીખવું તો તેટલો વધુ સમય તે મારી સાથે રહે . આમ પણ પત્નીને આદર્શ બનાવવાની હોંશ તો તેને હતી જ. તેનું જીવન પણ પોતાની જ ેમ શુદ્ધ બનાવવું, પોતે જ ે શીખે તે તેને પણ શીખવવું અને તેનું જીવન પોતાના હાથે ઘડવું — એવી મોહનદાસના મનની હોંશ હતી. કસ્તૂરબાઈ રાજકોટ પાછી આવી કે તરત મોહનદાસે પોતાના મનની આ હોંશ તેની સમક્ષ રજૂ કરી. રાત્રે મોડે સુધી પોતાનાં આયોજનો વર્ણવ્યાં અને કક્કો બારાખડી શીખવવાની શરૂઆત 227


કરી. મોહનદાસને હતું કે કસ્તૂરબાઈ ખૂબ ઉત્સાહ દેખાડશે. તેને બદલે કસ્તૂરબાઈએ તેની વાત બહુ ઠંડકથી સાંભળી. સાચું પૂછો તો કસ્તૂરબાઈને તો આશ્ચર્યનો આંચકો જ લાગેલો. આ વારે વારે રં ગ બદલતા પતિનું કરવું શું? પહે લા તો કહે તો હતો કે ‘હં ુ કહં ુ તેમ કરવું’ હવે કહે છે કે ‘ભણ!’ કેવું વિચિત્ર. આવું તો કદી ક્યાંય જોયું નથી. આનું કંઈ પરિણામ નહીં આવે તેવું તેનું મન કહે તું હતું પણ ટેવ મુજબ તે શાંત રહી. મોહનનો પ્રયોગ તો તરત જ શરૂ થયો. રોજ રાત્રે ઓરડાની એકાંત પળોમાં આ તરુણ દંપતી ચોપડીઓનો ઢગલો કરી બેસે. આ ચોપડીઓ કસ્તૂરબાઈ માટે મોહનદાસ જ પસંદ કરતો. મોહનદાસે લાવી આપેલાં પાટી-પેન લઈ કસ્તૂરબાઈ ભણવા તો માંડ,ે પણ પછી કંટાળી બધું પડતું મૂકી સૂઈ જાય. તેનું કારણ પાછળથી મોહનદાસે નોંધ્યું છે, ‘કસ્તૂરને પોતાના અજ્ઞાનની બહુ પરવા નહોતી, એને ભણવાનો ઉત્સાહ ન આવ્યો’. પણ પતિ ઉત્સાહી શિક્ષક હતો, શીખવવામાં તેની ધગશ અને પ્રેમ કરવાની તેની આતુરતા એકમેકમાં ભળી જતાં. પણ કસ્તૂરબાઈને માટે સાચે જ મુશ્કેલી હતી. એક તો આખા દિવસના કામથી તે થાકી હોય, લાંબો દિવસ સતત કામકાજથી ભરે લો વીત્યો હોય, તેમાં મધરાત સુધી તો મોહનદાસ તેને ભણાવવા આવી શકે નહીં. ભણવાનો સમય આવે ત્યારે કસ્તૂરમાં જરા જ ેટલીય તાકાત બચી ન હોય. તૈયાર કરે લા પાઠ તે ભૂલવા માંડી હોય. વળી કસ્તૂરબાઈને એ પણ બીક હતી કે આ ભણવાની વાતે તે કુ ટુબ ં ની બીજી સ્ત્રીઓથી જુ દી પડી જશે. આમ પણ ગાંધીકુ ટુબ ં ની ત્રણ વહુવારુમાં કસ્તૂરબાઈ સૌથી વધુ સમૃદ્ધ અને પામતા-પહોંચતા બાપનાં દીકરી હતાં. તેનો ઉછેર ખૂબ સારી રીતે થયો

હતો. આ તફાવત તો વચ્ચે નહોતો આવ્યો, કેમ કે કસ્તૂરબાઈ સરળ અને નિરભિમાન હતી. પહે લાં વ્રજકુંવરબા અને હવે પૂતળીબા પાસે તે એવું ઘડતર પામી હતી કે નાનીમોટી ગેરસમજ સૌજન્ય અને બીજાઓ પ્રત્યેની કાળજીથી ટાળી દેતી. આમાં આ લખવા-વાંચવાનું તૂત. ભણીગણીને શું કરવાનું છે? કારણ વગર બીજાઓથી જુ દું પડી જવાનું. તેની જ ેઠાણી મોં નહીં મચકોડે? પૂતળીબા શું ધારશે? અને તે કરતાં પણ તેને પોતાને કેવું લાગશે? મોહનને પોતાનામાં કેવું પરિવર્તન જોઈએ છે? તેને પોતાને તેવું પરિવર્તન કબૂલ છે ખરું? કસ્તૂરબાઈ કોઈથી દબાય તેવી ન હતી, પણ સાથે પરં પરા સાથે વિદ્રોહ કરે તેવી પણ ન હતી. ત્યારે તો સ્ત્રી ભણે એ મોટી ક્રાંતિ જ ગણાતી. રાજકુ ટુબ ં ની ગણીગાંઠી કન્યાઓ ભણતી ને વિદેશ પણ જતી, પણ સામાન્ય હિં દી સ્ત્રીઓ તો શાળામાં જતી જ નહીં. કસ્તૂરના પરિવારમાં જ કોઈ ક્યાં ભણ્યું હતું? તેનાં મા, સાસુ, દેરાણી-જ ેઠાણી, નણંદ— કોઈને વાંચતાં-લખતાં આવડતું નહીં, સ્ત્રી ઘરની બહાર, શાળામાં જઈ ભણે એવી વાત કોઈએ સાંભળી પણ નહોતી. નિશાળો આમ પણ ઓછી હતી, છોકરીઓ માટે તો એક પણ નહોતી. મોહનદાસનો કસ્તૂરબાઈને ભણાવવાનો પ્રયત્ન થોડાં અઠવાડિયાં ચાલ્યો પણ તેનું ખાસ કંઈ પરિણામ આવ્યું નહીં. છેવટે તેણે સ્વીકારવું પડ્યું કે પત્ની ભણી શકશે નહીં. પાછળથી આત્મકથામાં બાપુએ લખ્યું છે કે : આ તેમના ‘વાસનાયુક્ત પ્રેમ’નું પરિણામ હતું. પણ મને લાગે છે બાને તેમાં કંઈ નિષ્ફળતા જ ેવું લાગ્યું નહોતું. બાએ ટેવ મુજબ પતિનો વિરોધ તો ન કર્યો, પણ પાઠ પાકા પણ ન કર્યા, પરિણામ ધાર્યું આવ્યું. મોહનદાસે પોતાની જીદ છોડી. 

228

[ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહેલાં ચંદુલાલ ભગુભાઈ દલાલ ખેડા સત્યાગ્રહના ‘માધુર્યરહિત અંત’ બાદ ગાંધીજીએ ઉત્સાહભેર જ ે કામ ઉપાડેલું તે હતું અંગ્રેજો સાથે રહીને યુદ્ધમાં સામેલ થવા માટે લશ્કરભરતીનું! જ ે અંગ્રેજો સામે દેશમાં ઝીંક ઝીલવાની હતી, તેમને જ યુદ્ધ મોરચે સાથ આપવાની વાત ગાંધીજી કરી રહ્યા હતા. સ્વાભાવિક છે કે અંગ્રેજોને આ રીતે યુદ્ધમાં સાથ આપવાનું ઘણાંને ન રુચ્યું હોય. તેમાં અંગ્રેજોના પક્ષે રહીને લડવાનો મુદ્દો તો હતો જ, પણ સાથે અહિં સાના સિદ્ધાંતનો સવાલ પણ હતો. તેમ છતાં ગાંધીજીનો મત દૃઢ હતો અને તે મુદ્દે તેઓ પોતાનાં ભાષણો અને પત્રોમાં અંગ્રેજો તરફથી લડવાનો પક્ષ સતત મૂકતા રહ્યા. નડિયાદમાં લશ્કરભરતી અંગે થયેલાં વિવેચનમાં ગાંધીજી સ્વરાજનો અર્થ, “ઇંગ્લંડની સાથે રહીને પૂરી સ્વતંત્રતા” એવો કરે છે! આગળ તેઓ અંગ્રેજોને સાથ આપવા અંગે એવી પણ સ્પષ્ટતા કરે છે કે, “અંગ્રેજોનાં પાપ મારા જ ેટલાં કોઈએ નથી જાણ્યાં તેમ તેમનાં પુણ્યો પણ કોઈએ મારા જ ેટલાં નથી જાણ્યાં” ‘દીનબંધુ’ ચાર્લ્સ ફ્રિયર એન્ડ્રૂ ઝને લખેલાં એક પત્રમાં ગાંધીજી અહિં સા વિશે કહે છે કે, “અહિં સા પૂરેપૂરી સમજવા માટે અને બરાબર પચાવવા માટે શારીરિક હિં મતનો પૂરો વિકાસ થયેલો હોવો એ અનિવાર્ય છે” હિં સા સામેનો ગાંધીજીનો મત જગજાણીતો છે, તેમ છતાં તેઓ આ જ પત્રમાં ‘દીનબંધુ’ને આગળ લખે છે કે, “અપવાદરૂપ સંજોગોમાં એક આવશ્યક અનિષ્ટ તરીકે યુદ્ધનો આશ્રય લેવો પડે” અને આ આવશ્યક અનિષ્ટ ખાતર તેમણે આ મહિને પણ લશ્કરભરતીની અપીલ કરતી બીજી પત્રિકા કાઢી! લશ્કરભરતી વિશે આ પ્રકારની સ્પષ્ટતા અને સમજાવટને લઈને અનેક વ્યક્તિઓ સાથે તેમનો સંવાદ થાય છે. સાથે સાથે રેં ટિયો, રાષ્ટ્રીય શાળા, ભાષા, કોંગ્રેસમાં ચર્ચાતા મુદ્દાઓ વિશે પણ સતત તેમનો સંવાદ-પત્રવ્યવહારનો દોર હં મેશ મુજબ આગળ ધપે છે. આ જ માસમાં દક્ષિણ આફ્રિકામાંથી ગાંધીજીને સોરાબજી શાપુરજી અડજાણિયાના અવસાનના સમાચાર મળે છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના પર્યાય બની શકે તેવા સોરાબજીના અવસાન વિશે ગાંધીજી પુત્ર મણિલાલ ગાંધીને લખે છે કે, “ભાઈ સોરાબજીનો સ્વર્ગવાસ ભારે સાલે છે.” જોકે તેમના દક્ષિણ આફ્રિકાના સાથી હે ન્રી પોલાકના પત્ની મિલી ગ્રેહામને લખેલા એક અન્ય પત્રમાં ગાંધીજી સોરાબજીના મૃત્યુના શોકથી લાગેલાં આઘાત છતાંય અંતે જ ે ટાંકે છે તે અગત્યનું છે : “હં ુ ધારું છુ ં કે ઈશ્વરની યોજનામાં કશું ગેરવાજબી અને હે તુવિહીન નથી હોતું.”

૧૯૧૮—જુલાઈ 1 અમદાવાદ  નડિયાદ. 2થી 5 નડિયાદ. 6 નડિયાદ  અમદાવાદ. 7 અમદાવાદ  નડિયાદ. 8 નડિયાદ  નવાગામ  બારે જડી  નડિયાદ. 9 નડિયાદ. 10 નડિયાદ : હિં દુ અનાથાશ્રમની વ્યવસ્થા અંગે સંસ્થાના સભ્યો સાથે ચર્ચા. नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૮]

11 નડિયાદ : સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના પ્રમુખ શ્રીનિવાસ શાસ્ત્રી મળવા આવ્યા.  કઠલાલ : શાસ્ત્રી તથા ગાંધીજીનાં પ્રવચનો, રં ગરૂટોની ભરતી અંગે  નડિયાદ. 12 નડિયાદ  અમદાવાદ. 13 અમદાવાદ : કમિશનર મિ. પ્રાટે આપેલી પાર્ટીમાં હાજર, સ્થળ શાહીબાગ  નડિયાદ. 229


14 કરમસદ  ગોધરા : સૈન્ય ભરતી વિશે ભાષણ બંને સ્થળે. 15થી 16 મુંબઈ. 17 નડિયાદ. 18 નડિયાદ : સૈન્ય ભરતી વિશે ભાષણ : પ્રમુખ કમિશનર પ્રાટ. 19 જંબુસર : એ જ વિશે ભાષણ. 20 જંબુસર  અમદાવાદ. 21 અમદાવાદ  નડિયાદ.

22 નડિયાદ  અમદાવાદ. 23 અમદાવાદ  નવાગામ. 24થી 25 નવાગામ. 26 (નવાગામ). 27 નડિયાદ  અમદાવાદ. 28 અમદાવાદ  નડિયાદ. 29 નડિયાદ. 30 વડથલ : સૈન્ય ભરતી અંગે ભાષણ. 31 વડથલ  નડિયાદ. 

‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે.

તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા  બ્રાન્ચૹ આશ્રમ રોડ કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત

વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. 230

૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

[ જુલાઈ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


नवजीवनનો અક્ષરદેહના ચાહકો – વાચકો – ગ્રાહકોને… પ્રચારકાર્ય સ્વાવલંબી હોવું જોઈએ. પત્રિકાઓ મફત ન અપાય. પરોપકારી મુદ્રણાલય તે ઓછે દામે અથવા મફત છાપી આપે. તેનું પડતર દામ લોકોની ઉપર પડે, કાં તો એક જણ પોતાના ઓળખીતામાં પત્રિકા મફત આપવા માગે તે દામ આપીને લે, અથવા લોકોમાં જ ે જિજ્ઞાસુ હોય તે પત્રિકાઓ ખરીદે. મફત મળેલી પત્રિકાઓ ઘણી પસ્તીમાં જાય છે.... પણ જો વાંચનારે તેને સારુ પાઈ પણ આપી હોય તો આપણે અનુમાન કરી શકીએ કે તેણે તેમાંનું કંઈક તો વાંચ્યું હશે. મો. ક. ગાંધી (હરિજનબંધુ ૨૬-૩-૧૯૩૩)

વાચક મિત્રો, આપ ‘नवजीवनનો અક્ષરદેહ’ સામયિકથી પરિચિત છો. માર્ચ, ૨૦૧૩માં તેનો પ્રથમ અંક પ્રકાશિત થયો ત્યારથી કે એ પછીના કોઈ ને કોઈ અંકથી આપ આ સામયિકના વાચક હશો. ખૂબ જ ટૂ કં ા ગાળામાં આ સામયિકે ગુજરાતની ગાંધીવિચાર-શિક્ષણ-સાહિત્ય-પ્રકાશન સંસ્થાઓ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં આગવી છાપ બાંધી છે. ગાંધીવિચારના પ્રચાર-પ્રસાર માટે જ્યાં સૌથી વધુ અવકાશ છે, તેવા યુવાવર્ગ સાથે પણ સામયિકે નાતો બાંધ્યો છે. આવા યુવા વાચકો સહિત ઘણા વડીલજનોના પ્રેમભર્યા આગ્રહથી જ ‘नवजीवनનો અક્ષરદેહ’ ઑક્ટોબર, ૨૦૧૪થી વિના મૂલ્યેના બદલે પડતર મૂલ્ય કરતાં અડધા દરે – વાર્ષિક ₨ ૧૫૦/ - ના લવાજમ સાથે શરૂ થયું. લવાજમ શરૂ કરતાં પહે લાંના ત્રણ મહિનાના અંકમાં તેની જાહે રાત – ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકોવાચકો- ગ્રાહકોને – કરવામાં આવી. જ ેથી આ સામયિક મેળવવા ઇચ્છનાર કોઈ પણ વ્યક્તિ - સંસ્થાના ધ્યાન બહાર આ સુધારો ન રહી જાય. નવજીવનના આ પગલાનો ત્વરિત પ્રતિસાદ સાંપડ્યો. લવાજમ આવવાનાં શરૂ થઈ ગયાં. કેટલાક વાચકોએ એકસામટાં દસપંદર લવાજમ ભરીને પોતાના વર્તુળમાં ભેટ રૂપે મોકલવાનો નિર્ણય લીધો. કેટલાક વાચકોએ આજીવન લવાજમ ભરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી. માત્ર દોઢ વર્ષના ગાળામાં ‘नवजीवनનો અક્ષરદેહ’ આ સ્થાને પહોંચ્યું તે ગાંધીવિચારમાં પ્રસ્તુતતા જોતા સૌ માટે આનંદની વાત છે. જોકે હાલના ધોરણે વધુમાં વધુ ત્રણ વર્ષનું લવાજમ સ્વીકારી રહ્યા છીએ. અને લવાજમ ભરનાર સૌને અંક પોસ્ટ દ્વારા મોકલાઈ રહ્યો છે. હા, નવજીવન સાથે સંકળાયેલા લેખક-સંપાદક-અનુવાદક, કેટલીક પ્રકાશન સંસ્થાઓ તથા ગ્રંથાલયો પૈકી કેટલાકનાં લવાજમ ન આવવા છતાં તેમને સામયિક ભેટ રૂપે મોકલવાનું ચાલુ છે. આવનારા સમયમાં આમ ચાલુ રાખવું કે કેમ એ અંગે નિર્ણય લેવાનો રહે છે. કેમ કે નીતિગત ધોરણે લવાજમ શરૂ કર્યા પછી બહુ બધો સમય કૉમ્પ્લિમેન્ટરી કૉપી મોકલવામાં આવે, તો જ ેઓએ લવાજમ ભર્યું છે, તેમને અન્યાય થાય. તેથી જાગ્રત વાચકે તો આ સામયિકનું લવાજમ ભરવું જ રહ્યું. વાચક મિત્રો જ ે વ્યક્તિ - સંસ્થાએ લવાજમ ભર્યું છે, તેઓ અહીં કરવામાં આવેલી અરજને દરગુજર કરે . ઘણી વ્યક્તિ - સંસ્થાઓ ઇચ્છવા છતાં, લવાજમ નહીં ભરી શકી હોય તો વહે લી તકે લવાજમ ભરે અને ‘नवजीवनનો અક્ષરદેહ’ મેળવવા ઇજન આપનાર બની રહે , એ આશા સાથે.

૨૩૧

વિવેક દેસાઈ તંત્રી


પાઠ્યપુસ્તકો અંગે સરકારની ભૂમિકા …

૨૩૨


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.