Navajivanno Akshardeh January 2020

Page 1

વર્ષૹ ૦૮ અંકૹ ૦૧ સળંગ અંકૹ  ૮૧ •  જાન્યુઆરી ૨૦૨૦

છૂ ટક કિંમત ઃ _ ૧૫

દાંડીયાત્રા દરમિયાન નવસારીમાં એક સભામાં અબ્બાસ તૈયબજી સાથે ગાંધીજી

૧૯૦૬ની સાલ સુધી મેં એકલી બુદ્ધિની સમજાવટ પર આધાર રાખ્યો હતો. હું બહુ જ ઉદ્યોગી સુધારક હતો. હું સત્યનો નૈતિક ઉપાસક રહ્યો. એને લીધે મારી પાસે હકીકતોનું પાકું જ્ઞાન હતું, તેથી હું સરસ લખાણો કરી શકતો. પણ મેં જોયું કે, દક્ષિણ આફ્રિકામાં જ્યારે અણીની ઘડી આવી ત્યારે બુદ્ધિ અસર ઉપજાવવામાં નિષ્ફળ નીવડી. મારા દેશભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા, — કીડો પણ કોઈ વાર સામો થશે ને થાય છે, — અને વેર વાળવાની વાત ચાલતી હતી. ત્યારે મારે જાતે હિંસામાં ભળવાની અથવા આપત્તિને પહોંચી વળવાની બીજી કોઈ પદ્ધતિ શોધી નિઃસત્ત્વતાનો સડો અટકાવવાની વચ્ચે પસંદગી કરવાની ફરજ પડી; અને મને સૂઝી આવ્યું કે, અમારે પતનકારી કાયદાનું પાલન કરવાનો ઇનકાર કરવો અને સરકારને ફાવે તો ભલે અમને જેલમાં પૂરે, આ રીતે શસ્ત્રયુદ્ધના નૈતિક અવેજરૂપ આ શસ્ત્ર જન્મ પામ્યું. — ગાંધીજી સત્યાગ્રહ સંદર્ભે, ‘સત્યાગ્રહની મીમાંસા’માંથી


વર્ષૹ ૦૮ અંકૹ ૦૧ સળંગ અંકૹ ૮૧ • જાન્યુઆરી ૨૦૨૦ છૂ ટક કિંમત ઃ _ ૧૫ તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર

 સત્યાગ્રહવિશેષ 

૧. આશાની દિશા . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . કાકાસાહે બ કાલેલકર. . . . . . .૩ ૨. લોકશાહીમાં સત્યાગ્રહ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .મો. ક. ગાંધી. . . . . . .૭ ૩. અહિં સક ક્રાન્તિ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . આચાર્ય કૃ પાલાની. . . . . ૧૦ ૪. લોક-આંદોલનો વિશે થોડી છણાવટ. . . . . . . . . . . . . . . . . જયપ્રકાશ નારાયણ. . . . . ૧૪ ૫. સત્તાનો પાયો અને શારીરિક હિં સા . . . . . . . . . . . . . . . . . . . . . . . . ટૉલ્સ્ટૉય. . . . . ૨૦ ૬. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . . . . . . . . . .ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . . . ૨૪

આવરણ ૧ દાંડીયાત્રા દરમિયાન નવસારીમાં એક સભામાં અબ્બાસ તૈયબજી સાથે ગાંધીજી, તા. ૩ એપ્રિલ, ૧૯૩૦

૭. મહાત્મા ગાંધી કીર્તિમંદીર . . . . . . . . . . . . . . . . . . . . . . . .નાનજી કા. મહે તા. . . . . ૨૫

આવરણ ૪ અહિં સક કાર્યપદ્ધતિ અને પ્રતિ સરકાર

 ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… ��������������������������������������૩૪

૮. આંખ સાચવવાની કળા. . . . . . . . . . . . . . . . . . . . . . . ડૉ. ગોવિંદભાઈ પટેલ. . . . . ૨૯ ૯. પુનઃ પુસ્તક પરિચય : દિલ્હીમાં ગાંધીજી (ભાગ-૧, ૨). . . . . . . . . . સિદ્ધાર્થ ભટ્ટ. . . . . ૩૨

[હરિજનબંધુ, ૧૭-૦૨-૧૯૪૬]

લવાજમ અંગે વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૧૯)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૧૯ એ ૨૦૧૯નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. ૨


સત્યાગ્રહવિશેષ સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) — નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (NRC)નાં વિરોધ-પ્રદર્શનો મહદ્અંશે અહિં સક રીતે થઈ રહ્યાં છે; ક્યાંક છૂટીછવાઈ હિં સા પણ તેમાં જોવા મળી. શાસન સામે વિરોધ દર્શાવવાનું એક આખું શાસ્ત્ર ગાંધીજી આપી ગયા છે. સત્યાગ્રહ રૂપે આ શાસ્ત્ર ગાંધીજી આજીવન શાસન સામે યોજતા રહ્યા; તે સતત વિકસતું શાસ્ત્ર છે. તે વિશે ગાંધીજીએ કહ્યું છે : “મેં કલ્પેલો સત્યાગ્રહ એ એક ઘડાઈ રહે લું શાસ્ત્ર છે.” અને એટલે ગાંધીજીના નિર્વાણ બાદ જૂ ન, ૧૯૪૮માં કાલેલકર સત્યાગ્રહની મીમાંસા કરે છે ત્યારે સ્પષ્ટપણે લખે છે : “સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી.” આ કિસ્સામાં સત્યાગ્રહ આદરવો હોય તો ગાંધીજીની મૂળ વિભાવના તરફ પાછા ફરવું પડે. દેશના હાલના માહોલને અનુલક્ષીને સત્યાગ્રહની આસપાસનું એક ચિત્ર મળી રહે તે ઉદ્દેશથી અહીંયાં પ્રસ્તુત લેખો મૂક્યા છે. કાકાસાહે બ કાલેલકરે રજૂ કરે લી સત્યાગ્રહની મીમાંસા મૂકી આપી છે. લોકશાહીમાં સત્યાગ્રહની વિભાવના શી હોઈ શકે અને તેને અમલી કેવી રીતે બનાવી શકાય તે માટે ગાંધીજીના વિચારોને રજૂ કર્યા છે. આચાર્ય કૃ પાલાનીએ સત્યાગ્રહનું પૂરું શાસ્ત્ર સમજાવ્યું છે. લોકનાયક જયપ્રકાશ નારાયણે આંદોલનને અમલી બનાવવાનું હાર્દ સમજાવ્યું છે, જ ે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સમજવા જ ેવું છે. અંતે ટૉલ્સ્ટૉયનો લેખ છે, જ ેમાં રાજ્યવ્યવસ્થા દબાણ હે ઠળ આવે ત્યારે કેવી રીતે વર્તે તેનું આલેખન છે. સત્યાગ્રહ અને તેની આસપાસના મુદ્દાઓ આ લેખોમાં રજૂ થાય છે. ગાંધીજીના સત્યાગ્રહ સંબંધે તે સમજવા ઉપયોગી થાય એમ છે.

આશાની દિશા કાકાસાહે બ કાલેલકર

…સત્યાગ્રહની મીમાંસા કોઈ કાળે પૂરી થઈ એમ

કહે વાય જ નહીં. સત્યાગ્રહ એક રીતે યુદ્ધનો એક પ્રકાર છે; બીજી રીતે એ સંસ્કારી માનવજાતનો જીવનધર્મ છે. અને તેથી યુગે યુગે સત્યાગ્રહના નવા નવા અવતાર પ્રગટ થવાના જ. સત્યાગ્રહના આદ્ય આચાર્ય મહાત્મા ગાંધીએ, પોતાના જીવનકાળમાં, એની અનેક વિભૂતિઓ પ્રગટ કરી. હિં દુસ્તાન સ્વતંત્ર થતાં એના જ ે ભાગલા પાડવામાં આવ્યા, અને એના જ અનુસંધાનમાં આખા દેશમાં જ ે ઝેર રે ડાયું, તેને પહોંચી વળવાના પ્રયત્નમાં ગાંધીજીએ સત્યાગ્રહતત્ત્વને એક અવનવું રૂપ આપ્યું, જ ે એટલું અદ્ભુત અને સૂક્ષ્મ હતું કે, તેનું સ્વરૂપ ન ઓળખવાથી, પોતાની જ ભૂલોથી અકળાયેલા અને આંધળા થયેલા દેશે એ રાષ્ટ્રપિતાનો જ ભોગ લીધો અને એમના આખરી પ્રયોગને સત્યાગ્રહની અદ્ભુત શક્તિ પ્રગટાવતો અટકાવ્યો.

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

એક પ્રશ્ન ઘણાના મનમાં ઊઠે છે કે, સત્યાગ્રહનો હવે પ્રતિનિધિ કોણ છે? સત્યાગ્રહથી ટેવાયેલા અનેક લોકો અને અધીરી વ્યક્તિઓ જ્યાંત્યાં સત્યાગ્રહ કરી બેસે છે અને થોડી ચર્ચા બાદ ઓછોવત્તો વિજય મેળવીને અથવા માંડવાળ કરીને સત્યાગ્રહ પાછો ખેંચી લે છે. ઘણી વાર હવે સત્યાગ્રહ ઉપવાસનું રૂપ લે છે, અને થોડીક ચિંતા પેદા કરી સમાધાન ઉપર આવી જાય છે. પણ આવાં નાનાંમોટાં પ્રકરણોને સત્યાગ્રહના પ્રયોગ તરીકે ભાગ્યે જ ઓળખી શકાય. ગાંધીજીએ પોતાના સત્યાગ્રહ યુદ્ધમાં અનેક સાથીઓ મેળવ્યા અને કેળવ્યા. એમાંના કેટલાકને ભાગે સ્વરાજ સરકારના અધિકારી થવાનું આવ્યું છે, જ્યારે બીજા એ સરકારને સામાન્યપણે ટેકો આપવાને બંધાયેલા છે. એટલે એ બંને પ્રકારના સત્યાગ્રહીઓ રાજકીય કે સામાજિક અન્યાય દૂર કરવા માટે જ ે કાંઈ કરવું હોય તે હવે સરકારી તંત્ર મારફતે કરી 3


દાંડીમાં મીઠું ઉપાડતા સત્યાગ્રહીઓનું દૃશ્ય. તસવીરઃ વૉલ્ટર બોશાર્ડ

શકે. સામાજિક, ધાર્મિક અન્યાયો દૂર કરવા માટે તેમ જ ધર્મ ધર્મ વચ્ચેના ટોળાધર્મી ઝઘડાઓ પતાવવા માટે સત્યાગ્રહને ઘણો અવકાશ છે. પણ અત્યારે તો કોઈને એ સૂઝતું નથી. લોકો તરફથી કાં તો કાયદો હાથમાં લઈ ગુંડાશાહી ચલાવવામાં આવે છે અથવા ‘એ બધું સરકારનું કામ છે’ એમ કહી ઉદાસીનતા ધારણ કરવામાં આવે છે. એક વાત સ્પષ્ટ છે કે, સત્તા ગમે તેના હાથમાં હોય. સત્તાધારી જો પોતાનો રાજધર્મ ઓળખી મજબૂત હાથે કાયદાનું રાજ્ય ન ચલાવે તો અધીરી થયેલી પ્રજા સરકારની તત્પરતા ઉપરનો વિશ્વાસ ખોઈ બેસી કાયદો પોતાના હાથમાં લેવાની જ. પોતે જ સત્તાધારીને આપેલી સત્તા જો એ ન વાપરે તો પ્રજા બીજુ ં કરી પણ શું શકે? આવી હાલતમાં પ્રજા અવળે રસ્તે ન જાય એટલા માટે એને દોરનારા સત્યાગ્રહી નેતાઓ મળવા જ જોઈએ. પ્રજા જો કાયદો પોતાના હાથમાં લે તો તે પોતાની સરકારને નબળી પાડે છે અને જોતજોતામાં એનો નાશ કરે છે. પ્રજાએ મોટા પાયા ઉપર કાયદો હાથમાં લીધો કે સત્તાધારીઓએ રાજીનામું આપી સત્તાનો ત્યાગ કર્યે જ છૂટકો. તેઓ તેમ ન કરે તો તેમણે પોતાના હાથમાં ટકી શકે એવું પશુબળ સંગઠિત કરી, પ્રજાને દબાવી, જોહુકમી રાજ્ય ચલાવ્યે જ 4

છૂટકો. બંને રીતે પ્રજાજીવન જોખમમાં જ આવે છે. આનો એકમાત્ર ઇલાજ સત્યાગ્રહ છે. સત્ય, અહિં સા અને લોકકલ્યાણ એ ત્રિવિધ મર્યાદા જાળવીને સજ્જન લોકો જ્યારે સત્યાગ્રહ આદરે છે, ત્યારે લોકસત્તા પર નભનારું રાજ્ય નબળું પડવાને બદલે આત્મશુદ્ધિ કરી મજબૂત થાય છે. સત્યાગ્રહની આ બાજુ ની મીમાંસા હવે આપણે ખીલવ્યે જ છૂટકો. અત્યાર સુધી વ્યક્તિઓ અને સંગઠિત પક્ષો સત્યાગ્રહ કરતા આવ્યા છે. આખી પ્રજાએ સ્વતંત્રતા મેળવવા માટે અનેક વાર સત્યાગ્રહ કરી બતાવ્યો. હવે પછીનો સવાલ છે કે, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના મતભેદોમાં કે ઝઘડાઓમાં રાષ્ટ્રો, એટલે કે તેમના પ્રતિનિધિરૂપ સરકારો, સત્યાગ્રહ કરી શકે કે નહીં? સરકાર પાસે પશુબળ છે એટલા માટે એણે એ વાપરવું જ જોઈએ, એમ સિદ્ધ નથી થતું. કોઈ પહે લવાન પાસે શરીરબળ છે એટલા માટે તે સત્યાગ્રહ ન જ કરી શકે એમ જ ેમ આપણે કહી શકતા નથી, તેવી જ રીતે સરકારો વિશે પણ છે. દાખલા તરીકે, હિં દુસ્તાન જ ેવું પ્રબળ રાષ્ટ્ર પોતાની શક્તિના ભાનમાં હૈ દરાબાદ જ ેવી નાની સરકારની સામે પશુબળ વાપરવાને બદલે સત્યાગ્રહના બધા પ્રકારો અજમાવી શકે છે. હિં દની પ્રજા જ્યાં સુધી પોતાની સરકાર ઉપર વિશ્વાસ રાખી શકે છે અને તે સરકાર પ્રજાના [ જાન્યુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


જાનમાલના રક્ષણના કર્તવ્યમાં ચૂકતી નથી, ત્યાં સુધી એ જરૂર સત્યાગ્રહનાં અનેક પગલાં અજમાવી શકે   છ.ે પણ સવાલ એથી વ્યાપક છે. આખી દુનિયાની (લગભગ ૫૭1 કે વધારે ) સરકારો જો અંદર અંદરના વહે વારમાં સર્વ રાષ્ટ્રીય પરિષદ (‘યૂનો’ — સંયુક્ત રાષ્ટ્રમંડળ) આગળ ન્યાય મેળવવામાં અસફળ થાય તો સત્યાગ્રહ કરી શકે કે નહીં, અને કરી શકે તો તે કઈ રીતે, એની પણ મીમાંસા હવે થવી જોઈએ. વ્યાપક સત્યાગ્રહ માટે હજી પણ અનેકાનેક પ્રસંગો કલ્પી શકાય. આજકાલની અમેરિકા, ઇંગ્લંડ, રશિયા જ ેવી સરકારો શસ્ત્રબળની અસાધારણ શક્તિ ધરાવે છે. એવી સરકારની પ્રજા, પ્રજા તરીકે લગભગ નિઃશસ્ત્ર જ હોય છે. હવે જો કોઈ પણ કારણે એવી કોઈ સરકાર લોકસભાને પોતાની ધાકમાં રાખી જોહુકમી બની શકી તો પોતાની સ્વતંત્રતા જાળવવા માટે અથવા પાછી મેળવવા માટે જનતાએ શું કરવું? સરકાર પાસે આધુનિક વિજ્ઞાને તૈયાર કરે લાં શસ્ત્રોનું શસ્ત્રબળ કલ્પનાતીત હોય અને પ્રજા પાસે શસ્ત્રબળનો પૂરો અભાવ હોય, એવે વખતે પ્રજાના હાથમાં કેવલ સત્યાગ્રહ જ રહે વાનો. એ સત્યાગ્રહ પ્રજા કેવી રીતે વાપરી શકે એનો પણ વિચાર હવે થવો જોઈએ. જગતમાં લગભગ બધાં જ રાષ્ટ્રો લોકશાહીના તત્ત્વને સ્વીકારતાં થયાં છે. એટલે હડહડતા અન્યાયના નિરાકરણ માટે લોકમતનો કોલ લેવાનો ઇલાજ પ્રજાના હાથમાં આવેલો હોવાથી, હવે પછી લોકમત જ્યાં જાગ્રત નથી એવે ઠેકાણે, સરકારને તેમ જ લોકમતને જાગ્રત કરવા માટે, ન્યાયની કલ્પનામાં લોકમતથી ઘણે દૂર સુધી ગયેલા સુધારકો જ સત્યાગ્રહ કરી શકવાના છે. એવા પ્રસંગો એક તો વિરલા હશે, અને બીજી બાજુ લોકમતના ટેકાને અભાવે તે ઉગ્ર રૂપે ચલાવવા પડવાના. સરકારમાં જો અહિં સા તત્ત્વ ઊતર્યું હોય તો જ આવા સત્યાગ્રહ સૌમ્ય રૂપમાં ચાલી શકે. પણ એ સત્યાગ્રહો લોકમતને અને લોકરૂઢ આદર્શને નહીં ગણકારતા હોવાથી સરકાર તેમ જ જનસમાજ બંને એવા સત્યાગ્રહીઓની પૂરતી કસોટી 1. હાલમાં ‘યૂનો’ ૧૯૩ દેશોનું સંગઠન છે.

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

કરવાની જ. કેમ કે સરકારો પોતાની શક્તિનો ઇનકાર સાંખી શકતી જ નથી. દરે ક સરકારમાં આત્મરક્ષાનું તત્ત્વ એટલું બધું જાગ્રત હોય છે કે, બીજાં કર્તવ્યો પાર પાડી શકે કે નહીં, પણ આત્મરક્ષાનું કર્તવ્ય તે પાર પાડવાની જ. અને તેથી સત્યાગ્રહની હવે ઘણી જ ઊંડી અને વ્યાપક કસોટી થવાની છે. ગાંધીજી હતા ત્યાં સુધી તેઓ સત્યાગ્રહના પ્રમાણભૂત આચાર્ય ગણાતા. એ સત્યાગ્રહનો પ્રતિનિધિ આપણા દેશમાં કે દુનિયામાં હવે કોણ છે? વ્યક્તિઓ તરફ નજર નાખતાં કહે વું પડે છે કે, સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી. સત્ય અને અહિં સાની જ ેનામાં એકાગ્ર નિષ્ઠા છે તે જ સત્યાગ્રહનો શાસ્ત્રકાર થઈ શકે છે. પણ એનામાં સામાજિક, ધાર્મિક, રાજનૈતિક અને હવે આંતરરાષ્ટ્રીય બળોનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. દરે ક પ્રકારના માણસનું મન કઈ રીતે કામ કરે છે એનું પણ ઊંડુ ં અને નાજુ ક જ્ઞાન એ વ્યક્તિને હોવું જોઈએ, અને એની સાથે સત્યાગ્રહ જ ેવા સૂક્ષ્મ આધ્યાત્મિક તત્ત્વનાં થતાં ઇંદ્રિયાતીત પરિણામોનું સૂક્ષ્મ ભાન પણ એને હોવું જોઈએ. ઉપરટપકે જ્યાં પરાજય દેખાય છે ત્યાં પણ વિજયનો ઉદય થતો જોવાની ક્રાન્તદૃષ્ટિ જો એનામાં ન હોય, તો તે સત્યાગ્રહનો સફળ સેનાની ન જ બની શકે. જ ેનું હૃદય જાતિ, ધર્મ, ભાષા, પંથ અને પૂર્વગ્રહની સંકુચિતતાને વીંધીને, પોતાની આસપાસની એકેએક વ્યક્તિ પ્રત્યે દોડી શકે છે, અને સ્વજન-પરજન, પાપી અને પુણ્યવાન, નાજુ ક અને રીઢા — બધાંને અપનાવી શકે છે, તેને હાથે જ સત્યાગ્રહની દોરવણી સફળ રીતે થઈ શકે છે. પોતાની આસપાસના સમાજને દોરનાર સત્યાગ્રહી સામાજિક જીવનથી અલિપ્ત રહી શકે ખરો? “અત્યારે મારી પાસે કોઈ સત્યાગ્રહી ઇલાજ નથી, તે હં ુ શોધીશ અથવા ઘડતો રહીશ, ત્યાં સુધી સમાજની જવાબદારી બીજા કોઈ લે અને એને સૂઝે તેમ કરે ,” એમ જવાબદાર સત્યાગ્રહી કહી શકે ખરો? કે પરિસ્થિતિ પરત્વે જ ે યોગ્ય હોય તે ઇલાજ અજમાવીને જ 5


સમાજને આગળ લઈ જાય? યુદ્ધ ટાળવા માટે અને રાષ્ટ્રોમાં કુ ટુબ ં ધર્મની સ્થાપના કરવા માટે ‘હે ગ કાઉન્સિલ’ સ્થપાઈ. એની જ વ્યાપક આવૃત્તિરૂપ ‘લીગ ઑફ નૅશન્સ’ સ્થપાઈ. એના દોષો દૂર કરી આંતરરાષ્ટ્રીય દરબાર જ ેવી ‘યૂનો’ સ્થપાઈ. અને છતાં એ બધી સંસ્થાઓનું વાતાવરણ જોતાં એમને હાથે વિશ્વકુ ટુબ ં સ્થપાય એવાં લક્ષણો દેખાતાં નથી. ‘યૂનો’ને હાથે જ અન્યાય થાય તો એની સામે નાનું મોટુ ં ગમે તે રાષ્ટ્ર સત્યાગ્રહ કરી શકે અને સત્યાગ્રહ દ્વારા માનવવ્યાપી રાષ્ટ્રકુટુબ ં સ્થપાય, એવી આશા ઉત્પન્ન થઈ છે? એને માટે કાળ પરિપક્વ થયો છે? અને પરિપક્વ ન હોય તો પોતાનાં બલિદાનથી તે પરિપક્વ કરવાના દિવસો આવ્યા છે? જબરદસ્ત રાષ્ટ્રો ગમે ત્યારે ‘યૂનો’થી નોખાં પડી ‘તરવારનો ન્યાય’ અજમાવી શકે છે અને ‘યૂનો’ને નિરર્થક બનાવી શકે છે. અને તેથી ‘યૂનો’ને હં મેશાં બલાઢ્ય રાષ્ટ્રથી બી બીને ચાલવું પડે છે. નાનાં રાષ્ટ્રોએ હજી સુધી ‘યૂનો’ પાસેથી ન્યાય મેળવ્યો નથી. ‘યૂનો’ના અન્યાય સામે સત્યાગ્રહ કરવાની પોતાની યોગ્યતા પણ તેઓએ માની નથી. કેટલાક દેશો સરકાર તરીકે બલાઢ્ય હોય, પણ રાષ્ટ્ર તરીકે શિથિલ હોય. એવા દેશો આંતરરાષ્ટ્રીય દરબાર સામે સત્યાગ્રહ કરી શકે ખરા? આવા મોટા મોટા જગદ્વ્યાપી સવાલો આપણી આગળ પ્રત્યક્ષ થતા જાય છે. એ સવાલોની શાસ્ત્રીય મીમાંસા દુનિયા આગળ રજૂ થવી જોઈએ. ‘યૂનો’ની નબળાઈ કે નાલાયકી સિદ્ધ થતાં આખી પૃથ્વીનું એટલે કે આખી માનવજાતિનું એક રાજ્ય સ્થાપન થઈ શકે ખરું ? અને તેમ થાય તો તેવા રાજ્યની પ્રજા નિઃશસ્ત્ર હોય તો ઠીક કે સશસ્ત્ર હોય તો ઠીક? અને પ્રજાને જો નિઃશસ્ત્ર રાખવામાં આવે અને જગદેક-રાજ્ય જુ લમી બની જાય તો એ સરકાર સામે પ્રજા શી રીતે ઝૂઝી શકે? એ વખતે સત્યાગ્રહનું રૂપ કેવું હોય? એ સવાલ તો જોતજોતામાં વહે વારુ

સવાલ થવાનો છે. અને એ સવાલ સાથે જ સરકારની શક્તિ અહિં સક ઢબે તોડવા માટે ભાંગફોડ (‘સૅબોટેજ’) કેટલે દરજ્જે યોગ્ય ગણાય અને એની મર્યાદા કે વ્યાકરણ શું, એ સવાલ આપણે ટાળી શકવાના નથી. અત્યાર સુધી આપણે જ ેટલા સત્યાગ્રહો અજમાવ્યા, તેટલા પરથી આપણે એટલું તો જોઈ શક્યા કે, સાચા સત્યાગ્રહ દ્વારા આપણે નક્કર શુદ્ધ વસ્તુ જ માગણીમાં મેળવી શકીએ છીએ. આપણી માગણીમાં જો મલિનતા હોય, અન્યાયભર્યો સ્વાર્થ હોય, અદૂરદૃષ્ટિ હોય અથવા માનવતાનો અભાવ હોય, તો તે સત્યાગ્રહ — શુદ્ધ સત્યાગ્રહ હોય તો — તો ફળી શકવાનો નથી. એટલે જ ેમ જ ેમ સત્યાગ્રહ કરતા જઈએ છીએ, તેમ તેમ આપણી માગણીઓ શુદ્ધ કરવી જ પડે છે. સત્યાગ્રહ દ્વારા થતી આ અંતઃશુદ્ધિ જ સત્યાગ્રહનો સૌથી મોટો લાભ છે. સામા પક્ષ ઉપર સત્યાગ્રહની થતી અસરનો આપણે એટલે બધો વિચાર કરતા આવ્યા છીએ કે, એની પોતાના પર થતી અસર જોવા માટે આપણે થોભ્યા જ નથી. સત્યાગ્રહની ખરી શક્તિ આ આંતરિક શુદ્ધિને લીધે જ પ્રગટ થાય છે અને તેથી જ સત્યાગ્રહ સર્વહિતકારી પરમ મંગલ તત્ત્વ સિદ્ધ થાય છે. આ યુગના સર્વશ્રેષ્ઠ શસ્ત્રનું સ્વરૂપ ઓળખવા માટે દરે ક રીતે ઉપયોગી એવી આ સત્યાગ્રહની મીમાંસા પ્રજાએ અભિનંદન સાથે આવકારવી જોઈએ, અને ઉચ્ચ કેળવણીની સંસ્થાઓએ રાજનીતિના તેમ જ સમાજશાસ્ત્રના અધ્યયનમાં એને આવશ્યક સ્થાન આપવું જોઈએ. …શસ્ત્રયુદ્ધશાસ્ત્ર પોતાની વિકરાળ સિદ્ધિમાં અણુબૉમ્બ સુધી પહોંચ્યું છે અને ગાંધીજીએ ધર્મયુદ્ધશાસ્ત્રને સત્યાગ્રહ સુધી પહોંચાડી દીધું છે. એ બે શસ્ત્રો જ ભવિષ્યની માનવતાનો નિવેડો આણનાર છે. બેમાંથી એક્કેની આપણે ઉપેક્ષા કરી શકવાના નથી અને બે વચ્ચે માંડવાળ તે અશક્ય જ છે. જૂ ન, ૧૯૪૮ [‘સત્યાગ્રહની મીમાંસા’માંથી] o

6

[ જાન્યુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


લોકશાહીમાં સત્યાગ્રહ મો. ક. ગાંધી

મેં સત્યાગ્રહનો અને કાયદાના સવિનય ભંગનો પ્રચાર

કર્યો તેનો અર્થ એવો કદી નહીં હતો કે કાયદાનો ખૂની ભંગ થઈ શકે. સત્યનો શદ્ધ ુ પ્રચાર ખૂન કરીને થાય જ નહીં એ મારો અનભ ુ વ છે. જ ેને પોતાના સત્ય ઉપર વિશ્વાસ છે તે તો સમુદ્ર જ ેટલી ધીરજ રાખે અને સવિનય ભંગ તે જ કરી શકે કે જ ેણે કાયદાનો અવિનયી, ફોજદારી, ખૂની ભંગ કદી ન કર્યો હોય ને કદી ન કરે . જ ેમ માણસ એકી વખતે ગરમ અને નરમ ન હોઈ શકે તેમ કાયદાનો સવિનય અને અવિનય ભંગ એકી વખતે ન કરી શકે. અને જ ેમ શાંતિ રોજ ગસુ ્સાને મારવાની તાલીમ લીધા પછી જ આવી શકે છે તેમ જ કાયદાનો સવિનય ભંગ કરવાની શક્તિ પણ કાયદાને સદા માન આપવાથી જ આવી શકે છે. અને જ ે માણસ ઘણી લાલચને વખતે લાલચોથી દૂર રહી શકે તે જ જીત્યો કહે વાય, તેમ ગસુ ્સો કરવાનો ભારે પ્રસંગ આવ્યા છતાં પણ જ ે ગસુ ્સાને રોકી શકે છે તેણે જ તેને જીત્યો કહે વાય. નવજીવન, ૨૫-૪-’૨૦, પૃ. ૪૯૪ i

હં ુ દૃઢતાપૂર્વક માનું છુ ં કે સવિનય કાનૂનભંગ એ શુદ્ધમાં શુદ્ધ પ્રકારનું બંધારણીય આંદોલન છે. અલબત્ત જો એનું વિનયી એટલે કે અહિં સક સ્વરૂપ એ કેવળ દંભ હોય તો તે આંદોલન કોડીની કિંમતનું અને અધોગતિ કરનારું બની જાય છે.

યંગ ઇન્ડિયા, ૧૫-૧૨-’૨૧, ૪૧૯ i

જો કાયદાનો ભંગ સાચા ભાવથી માનપૂર્વક અને વિરોધની વૃત્તિ વિના કરવામાં આવે અને તે સમજપૂર્વક બંધાયેલા પાકા સિદ્ધાંતના આધારે હોય તેમાં સ્વચ્છંદ ન હોય — અને સહુથી મુદ્દાની વાત — એની પાછળ દ્વેષ કે તિરસ્કારનો છાંટો પણ ન હોય તો જ તે શુદ્ધ સત્યાગ્રહ કહે વાય.

નવજીવન, ૨૮-૩-’૨૦, પૃ. ૪૩૭ i

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

જ ે લોકો રાજ્ય દ્વારા લાદવામાં આવેલા ત્રાસદાયક કાયદાનું પણ, જ્યાં સુધી તે તેમના અંતઃકરણને કે ધર્મને દૂભવતા ન હોય ત્યાં સુધી, રાજીખુશીથી પાલન કરવામાં માનતા હોય અને તેટલી જ રાજીખુશીથી સવિનય કાનૂનભંગની સજા ભોગવવા તૈયાર હોય તેઓ જ સવિનય કાનૂનભંગ કરી શકે. કાનૂનભંગ સંપૂર્ણ રીતે અહિં સક હોય તો જ તેને સવિનય કાનૂનભંગ કહી શકાય. આની પાછળ જાતે સહન કરીને, એટલે કે પ્રેમથી વિરોધીને જીતી લેવાનો સિદ્ધાંત રહે લો છે.

યંગ ઇન્ડિયા, ૩-૧૧-’૨૧, પૃ. ૩૪૬-૭ i

આટલું દૃઢતાપૂર્વક કહી શકું છુ ં કે સત્યાગ્રહ વડે સાધ્યમાત્ર સિદ્ધ થઈ શકે છે. એ મોટામાં મોટુ ં સાધન છે, શસ્ત્ર છે. સમાજવાદ બીજી રીતે સિદ્ધ નહીં થઈ શકે એવો મારો મત છે. સત્યાગ્રહથી રાજકીય, આર્થિક, નૈતિક એમ બધા રોગો નિવારી શકાય છે. હરિજનબંધુ, ૨૦–૭–’૪૭, પૃ. ૨૦૮ i

સવિનય ભંગ એ દરે ક નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે. મનુષ્યત્વના ભોગે જ એ અધિકાર તે જતો કરી શકે. સવિનય ભંગ પછી કદી અંધાધૂંધી ન આવે. અવિનય ભંગને પરિણામે આવે ખરી. દરે ક રાજ્ય અવિનય ભંગને બળથી દબાવી દે છે. એમ ન કરે તો તે પોતે નાશ પામે. પણ સવિનય ભંગને દબાવી દેવો એ અંતરાત્માને કેદમાં પૂરવાનો પ્રયત્ન કરવા જ ેવું છે. યંગ ઇન્ડિયા, ૫-૧-’૨૨, પૃ. ૫ i

લોકો અનુકૂળ જવાબ આપશે એવી સંભાવના હોય તેટલામાત્રથી આપણે નાકરની લડતનો આરં ભ ન કરવો જોઈએ. એવી તૈયારી તો ઘાતક પ્રલોભન છે. આવી નાકરની લડત સવિનય કે અહિં સક નહીં 7


હોય અને તેમાં હિં સા થવાની વધારે માં વધારે સંભાવના હશે. ખેડૂતોને નાકરનાં કારણો અને ગુણો સમજવાની તાલીમ ન મળે ત્યાં સુધી અને તેઓ પોતાનાં ખેતરોની જપ્તી અને પોતાનાં ઢોર અને બીજા સામાનનું લિલામ શાંતિ અને ઈશ્વરે ચ્છા બલીયસીની ભાવનાથી સહન કરવા તૈયાર ન થાય ત્યાં સુધી તેમને મહે સૂલ ન ભરવાની સલાહ ન આપવી જોઈએ. યંગ ઇન્ડિયા, ૨૬-૧-’૨૨, પૃ. ૫૭ i

કોઈ પણ પ્રકારે જ ેલ જવાથી સ્વરાજ નહીં મળે. દરે ક પ્રકારનો કાયદાભંગ આપણામાં આજ્ઞાપાલન અને શિસ્તની ભાવના પેદા નહીં કરે . રીઢા થયેલા ગનુ ગ ે ારને માટે જ ેલ એ સ્વાતંત્ર્યનો દરવાજો નથી. કેવળ નિર્દોષતાની મૂર્તિ જ ેવા લોકોને માટે જ ેલ સ્વાતંત્ર્યદેવીનું મંદિર છે. સૉક્રેટિસને આપવામાં આવેલા દેહાંતદંડ ે અમરતાને આપણે માટે જીવંત સત્ય બનાવી દીધ ું — આજ સધ ુ ીમાં જ ે અસંખ્ય ખૂનીઓને ફાંસીએ લટકાવવામાં આવ્યા છે તેથી એવું કંઈ થયું નથી. હજારો નામના અહિં સક — જ ેમનાં મન દ્ષવે , વેર અને હિં સાથી ભરે લાં છે — માણસોને જ ેલમાં મોકલીને આપણે સ્વરાજ લઈ શકીશું એમ માનવાનું કશું કારણ નથી. યંગ ઇન્ડિયા, ૨-૩-’૨૨, પૃ. ૧૩૫ i

સત્યાગ્રહ સીધાં પગલાંની સૌથી પ્રબળ પદ્ધતિઓમાંની એક હોવાને કારણે, સત્યાગ્રહી સત્યાગ્રહનો આશરો લેતાં પહે લાં બીજાં બધાં સાધનો વાપરી જુ એ છે. તેથી તે અધિકારીઓને સદાસર્વદા મળતો રહે શે, લોકમતને અપીલ કરશે, લોકમત કેળવશે, પોતાને ધ્યાનપૂર્વક સાંભળવા ઇચ્છનાર દરે ક આગળ પોતાની વાત શાંતિ અને સ્વસ્થતાપૂર્વક રજૂ કરશે, અને આ બધા ઉપાયો અજમાવ્યા પછી જ તે સત્યાગ્રહનો આશરો લેશે. પણ જ્યારે તેને અંતર્નાદનો પ્રેરક પોકાર સંભળાય છે અને તે સત્યાગ્રહમાં ઝંપલાવે છે ત્યારે તે પોતાનું સર્વસ્વ હોમી દે છે અને પાછી પાની કરતો નથી. યંગ ઇન્ડિયા, ૨૦-૧૦-’૨૭, પૃ. ૩૫૩ i

8

શિસ્તને અહિં સક પ્રયોગમાં સ્થાન છે, પણ સત્યાગ્રહીમાં તો તેથી ઘણું વધારે હોવું જોઈએ. સત્યાગ્રહી સેનામાં દરે ક સૈનિક એકીસાથે સિપાઈ પણ છે અને સેવક પણ છે. પણ કોઈક ક્ષણે દરે ક સત્યાગ્રહી સૈનિકને પોતાપૂરતા સેનાપતિ અને આગેવાન પણ બની જવું પડે છે. નરી શિસ્તથી સેનાપતિના ગુણ કેળવાતા નથી. એને સારુ તો શ્રદ્ધા અને દૃષ્ટિ જોઈએ. હરિજનબંધુ, ર૭-૭-’૪૦, પૃ. ૧૫૫ i

મેં અનેક વાર કહ્યું છે કે સત્યાગ્રહમાં હિં સા, લૂંટફાટ, આગ લગાડવી વગેરેને સ્થાન નથી અને છતાં સત્યાગ્રહને નામે આપણે મકાનો બાળ્યાં છે, બળજબરીથી હથિયારો કબજ ે કર્યાં છે, પૈસા પડાવ્યા છે, રે લગાડીઓ અટકાવી છે, તારનાં દોરડાં કાપી નાખ્યાં છે, નિર્દોષ લોકોની હત્યા કરી છે અને દુકાનો તેમ જ ખાનગી મકાનો લૂંટ્યાં છે. આવાં કામોથી મારો જ ેલમાંથી કે ફાંસીને માંચડેથી છુ ટકારો થતો હોય તો એવી રીતે છૂટવાની મારી ઇચ્છા નથી. સ્પીચિઝ ઍન્ડ રાઇટિંગ્સ ઑફ મહાત્મા ગાંધી, પૃ. ૪૭૬ i

સત્તાનો વિવેકહીને વિરોધ કરવાથી અરાજકતા અને અનિયંત્રિત સ્વચ્છંદતાની સ્થિતિ પેદા થશે અને પરિણામે સમાજ પોતે જ પોતાનો નાશ કરશે. યંગ ઇન્ડિયા, ૨-૪-’૩૧, પૃ. ૫૮ i

કોઈ પણ સત્યાગ્રહ શરૂ થવા અગાઉ તપાસવાની અનિવાર્ય શરત એ છે કે સત્યાગ્રહ કરનારાઓને પક્ષે અગર તો સામાન્ય પ્રજાને પક્ષે કોઈ પણ જાતની હિં સા નહીં થવા પામે એવી ખાતરી હોવી જોઈએ. હિં સા થાય અને પછી રાજ્ય અગર તો બીજા કોઈ એવા જ વિરોધી પક્ષ તરફથી તેની ઉશ્કેરણી કરવામાં આવ્યાથી તેમ થયું એવું કહ્યે ન ચાલે. સવિનય ભંગ હિં સાના વાતાવરણ વચ્ચે ખીલી ન શકે એ દેખીતું છે. આનો અર્થ એ નથી કે સત્યાગ્રહી અટકીને ઊભો થઈ રહે . સત્યાગ્રહને સારુ જરૂરી વાતાવરણ ન જુ એ [ જાન્યુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


તો તે બીજા રસ્તા શોધે.

હરિજનબંધુ, ૧૯-૩-’૩૯, પૃ. ૧૪ i

જ્યારે લોકોના હાથમાં રાજકીય સત્તા વાપરવા માટે ન હોય ત્યારે સવિનય કાનૂનભંગ અને અસહકારનાં શસ્ત્રો યોજવામાં આવ્યાં છે. પણ તેમને રાજકીય સત્તા મળે કે તરત જ સ્વાભાવિક રીતે જ તેમનાં દુ:ખો — પછી તે ગમે તે પ્રકારનાં હોય — કાયદા દ્વારા દૂર થઈ શકશે. અમૃત બઝાર પત્રિકા, ૧૫–૧-’૪૫ i

સરકારની કોઈ ભૂલ થઈ હોય તો તે તરફ તેનું ધ્યાન ખેંચવાની લોકશાહી રાજ્યપદ્ધતિમાં પ્રજાની ફરજ છે અને એવી રીતે એક વાર સરકારનું તેની ભૂલ તરફ ધ્યાન દોરીને પ્રજાએ સંતોષ માનવો જોઈએ. પ્રજાની મરજી હોય તો સરકારને રુખસદ આપવાનો તેને અખત્યાર છે. પણ તેની સામે નકામી ચળવળ ઉપાડી તેના કામમાં પ્રજા બાધા ન કરે . આપણી સરકાર જોરાવર લશ્કર અને તેવા જ જોરાવર નૌકાદળના જોર પર આધાર રાખનારી નથી. આપણી સરકારે તાકાત અને આધાર પ્રજા પાસેથી જ મેળવવાનાં રહે છે. દિલ્હી ડાયરી (૧૯૪૮ની આવૃત્તિ), પૃ. ૯૮ i

કાયદાનો નિરાદર સંપૂર્ણ સત્યાગ્રહની ઝુંબેશે પહોંચે એટલે તે બેઠો બળવો કહે વાય. એમાં લોહી રે ડવાનું ન હોય. એમાં ખૂનખરાબી કે જોરજબરાઈ ન હોય, એમાં જાતે લોહી આપવાનું, જાતે કુ રબાન થવાનું હોય. સત્યાગ્રહી બળવાખોર રાજની સત્તાને ગણતરીમાંથી જ કાઢી નાખે; પોતે બહારવટિયો બને અને નીતિનો બાધ ન હોય એવા રાજના પ્રત્યેક કાયદા સામે બહારવટુ ં કરે . દાખલા તરીકે, તે રાજના કર આપવા ના પાડે, પોતાના રોજના વહે વારની હરકોઈ બાબતમાં તેની આણ માનવાનો ઇનકાર કરે ; તે રજા વગર દાખલ ન થવાને લગતા મનાઈ કાયદાને ભાંગે અને લશ્કરી સિપાઈઓ જોડે ગુફતેગો કરવા

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

સારુ તેમના ડેરાછાવણીઓમાં વગર પરવાનગીએ દાખલ થવા પોતાને સ્વતંત્ર સમજ ે. તે પીઠાં પરના પહે રાને વિશે નક્કી કરવામાં આવેલી મર્યાદાઓનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરે અને બાંધી આપેલી હદની અંદર પેસીને દારૂડિયાઓને વીનવે. આ બધું કરવામાં પોતે કદી શરીરબળ ન વાપરે અને પોતાની સામે શરીરબળ વાપરવામાં આવે તોપણ કદી પોતે તેનો સામો ઉપયોગ ન કરે . હકીકતમાં, એવો સત્યાગ્રહી જ ેલ તેમ જ બીજા શરીરબળના પ્રયોગ પોતાની જાત ઉપર માગી લે. આવો યજ્ઞ સત્યાગ્રહી ત્યારે જ અને એટલા કારણસર જ આદરે જ્યારે એને જ ે શારીરિક સ્વતંત્રતા ભોગવવા મળતી હોય તે કેવળ ફારસરૂપ હોય અને તેથી તે ભોગવવી તેના આત્માને નરી વિડંબના હોય. એ વિચારે છે કે રાજ તેના શહે રીને તે જ ેટલે લગી તેના કાયદા કાનૂનને માન આપે છે તેટલી જ હદ લગી, અંગત સ્વતંત્રતા ભોગવવા દે છે. મતલબ કે રાજના કાયદાને તાબે રહે વું એ દરે ક શહે રીને પોતાની અંગત સ્વતંત્રતાને સારુ આપવું પડતું મૂલ છે. આ સ્થિતિમાં પોતાનાં સુખસ્વતંત્રતા કાયમ રાખવા ખાતર કોઈ પૂરા કે અધૂરા અન્યાયી રાજને તાબે રહે વા તૈયાર રહે વું એ અધર્મ જોડે સહિયારું કર્યા સમાન છે. અને જ ેને રાજની એવી શેતાનિયતને વિશે શંકા નથી રહી તે શહે રીને એવા જાલિમની દયા ઉપર પોતાની સ્વતંત્રતા ઘડી પણ નભાવવી માથાનો ઘા જ થઈ પડે છે. અને તેથી તે નીતિનિયમોની હદમાં રહે તો છતો એવા રાજને પોતાને કેદ કરી પૂરી દેવા ફરજ પડાવવા મથે છે. જ ેની માન્યતા તેના જ ેવી ન હોય તેવા લોકોને આવો માણસ સમાજમાં એક બલારૂપ પણ લાગે. આમ વિચારતાં સત્યાગ્રહ એ આત્માની પીડનો ભારે માં ભારે પુકાર અને અધર્મી રાજ્યની હસ્તી સામે જબરામાં જબરો જીવતો વાંધો છે. અને દુનિયાની બધી સુધારણાનો ઇતિહાસ શું આવો જ નથી? સુધારકોએ એકાદી પાપી પ્રથાને દફનાવવાની ઝુંબેશ દરમિયાન પોતાના જ લોકોની ઘૃણા માથે લઈને પણ 9


ઘણી વાર તે પ્રથાને લગતાં નિર્દોષ ચિહ્નોનો સુધ્ધાં શું ત્યાગ નથી કર્યો? આમ જ્યારે કોઈ લોકસમૂહ જ ેની હકૂ મત હે ઠળ પોતે આટલો વખત રહ્યા તેની આણ માનવી છોડી તેનો ત્યાગ કરે , ત્યારે તેણે લગભગ તેનું પોતાનું સ્વતંત્ર રાજ સ્થાપ્યું કહે વાય. ‘લગભગ’ એટલા સારુ કહં ુ છુ ં કે તેમ કરનારાઓ જ્યારે રાજ તેમને તેમની પ્રવૃત્તિમાંથી શરીરબળનો ઉપયોગ કરીને અટકાવશે ત્યારે સામો શરીરબળનો ઉપયોગ કરીને “હં ુ કે તું”નો હિસાબ નહીં કરે . તેમનું કામ તો જ્યાં સુધી રાજ તેમની સ્વતંત્રતાને કબૂલ ન રાખે, એટલે કે તેમની ઇચ્છાને ન નમે, ત્યાં સુધી વ્યક્તિની પેઠ ે જ એ રાજને હાથે ગિરફતાર થઈ કેદ પુરાવાનું અગર તો તેની ગોળીઓથી વીંધાવાનું જ રહ્યું. ત્રણ હજાર દક્ષિણ આફ્રિકાના હિં દીઓએ ૧૯૧૪ની સાલમાં આ જ રીતે ટ્રાન્સવાલની સરકારને રીતસર નોટિસ આપીને તેના પરદેશીઓની વસાહતના કાયદાનો ભંગ કરી ટ્રાન્સવાલની સરહદમાં પ્રવેશ કરે લો અને તેમને કેદ કરવાની ટ્રાન્સવાલની સરકારને ફરજ પાડેલી. અને જ્યારે એ સરકાર એક બાજુ એ

તેમને ખૂનામરકી કે મારફાડ કરવા ઉશ્કેરવાની દિશાએ મથી થાકી અને બીજી બાજુ એ તેમને માત કરીને પોતાની સત્તા કબૂલ કરાવવામાં પણ તેવી જ હારી, ત્યારે અંતે તે નમી અને હિં દીઓની માગણીઓ કબૂલ કરી. આમ સત્યાગ્રહીઓનો કોઈ પણ સમૂહ ફોજ અગર લશ્કર જ ેવો જ છે, અને તેને લશ્કરી જીવનને લગતા બધા જ નિયમો લાગુ સમજવાના છે. ઊલટા સામાન્ય લશ્કરના નિયમોના કરતાં એ વધુ આકરા ને અઘરા છે, કારણ આ સેનાના સિપાઈના જીવનમાં સામાન્ય સિપાઈના જ ેવું ખૂન ચડવાને અને તે જીરવવાને સારુ ગાંડાતૂર બનવાને અવકાશ નથી. બીજી બાજુ એ એ પણ સાચું છે કે સત્યાગ્રહીઓનું લશ્કર “જ ૈસે કુ તૈસા”ના જુ સ્સાથી મુક્ત હોય, જ ેથી તેમની વૃત્તિમાં વેર કે વિકાર ન હોય; એટલે ઓછામાં ઓછી સંખ્યાથી તે પોતાનો ઉદ્દેશ સાધી શકે. ખરે જ એક જ પૂરો સત્યાગ્રહી અધર્મની સામે ધર્મની લડાઈમાં જય મેળવવાને સારુ બસ છે. નવજીવન, ૧૩-૧૧-’૨૧, પૃ. ૮૪ [‘લોકશાહી : સાચી અને ભ્રામક’માંથી]

o

અહિંસક ક્રાન્તિ આચાર્ય કૃ પાલાની સત્યાગ્રહ

પહે લાંના જમાનામાં જ ે કદાચ શક્ય નહોતું તે આજ ે

શક્ય બન્યું છે. આજ ે દુનિયા એવી સંગઠિત થઈ છે કે તેના જટિલ તંત્રને સત્યાગ્રહથી, હડતાલ અને અસહકારથી કામ કરતું અટકાવી શકાય. વળી, આધુનિક જમાનામાં અંતરો ઓછાં થઈ ગયાં છે અને રાજકીય લોકશાહી આગળ વધી છે અને સૌને માન્યતા, વાણી, છાપાં અને મંડળીની છૂટ મળી છે એટલે દુનિયા લોકમત વિશે વધુ સંવેદનશીલ બની છે. ઔદ્યોગિક ક્ષેત્રમાંના ઝઘડા પતાવવામાં જ ે બને 10

છે તેમાં આનું દૃષ્ટાંત જોઈ શકાય એમ છે. જો મજૂ રો વ્યવસ્થાપકોને સહકાર ન આપે તો આખો ને આખો ઉદ્યોગ ઠપ્પ કરી દઈ શકાય છે. એક ઉદ્યોગ બંધ પડે એટલે આજ ે તો તેની અસર બીજા અનેક ઉદ્યોગો ઉપર પણ પડે છે. મજૂ રો જો સામાન્ય હડતાલ પાડે તો વધુમાં વધુ સુસંગઠિત આધુનિક રાજ્યને પણ સમાધાન કરવાની ફરજ પડે. રાજ્યનાં યુદ્ધનાં અને વિનાશનાં યંત્રો જ વિવિધ ક્ષેત્રને મજૂ રોના સહકાર વિના નકામાં થઈ પડે. પહે લાં કદી નહોતું સમજાયું એટલી સ્પષ્ટ રીતે [ જાન્યુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


આજ ે એ સમજાયું છે કે જુ લમ ચાલુ રાખવા માટે મજલૂમની નિષ્ક્રિય સંમતિ ઉપરાંત તેમનો સક્રિય સહકાર પણ કોઈ પણ ઉપાયે મેળવવો પડે છે. ગરીબો અને દલિતોને બાંધનારી સાંકળ મોટે ભાગે તેમણે પોતે જ ઘડેલી હોય છે. તેઓ જ ે ક્ષણે મદદ કે સહકાર આપવાનો ઇનકાર કરે તે જ ક્ષણે ઉદ્યોગપતિઓના, વેપારીઓના અને સરકારના અન્યાય, અત્યાચાર અને શોષણનું આખું તંત્ર જ તૂટી પડે. આ જ કારણે મજૂ ર સંગઠનની ચળવળ શક્ય જ નહીં પણ ભયજનક થઈ પડી છે. આમજનતા એક વાત ઉત્તરોત્તર વધુ ને વધુ સમજતી થઈ છે કે પોતે જ બધી સત્તાનું મૂળ છે, બધા ઉદ્યોગો, વેપાર અને રાજવહીવટની કરોડરજ્જુ છે. તેમણે પોતાના ન્યાય અધિકારો મેળવવા માટે સંગઠિત થઈને એકબીજા સાથે સહકાર કરવાની અને તેમના હિતની વિરુદ્ધ કામ કરનાર સામાજિક, આર્થિક કે રાજકીય સત્તા સાથે અસહકાર કરવાની જ માત્ર જરૂર છે. હડતાલ અથવા તો સામાન્ય હડતાલ સુધ્ધાં વ્યવહારુ રાજકારણમાં ક્ષેત્રની બહારની વસ્તુ છે એવું આજ ે તો કોઈ સ્વાર્થી અને મૂર્ખ હોય તે જ માને. આજ ે તો સૌ કોઈ સ્વીકારે છે કે મજૂ ર સંઘો ન ઊભા થયા હોત, અને તેમણે હડતાલનું હથિયાર ન વાપર્યું હોત તો મજૂ રોને લગતા ઘણા મહામૂલા સુધારાઓ થઈ શક્યા ન હોત. જ ેને લીધે હડતાલ શક્ય અને કાર્યસાધક બને છે તેને જ લીધે વિશાળ પાયા ઉપરનો સત્યાગ્રહ પણ શક્ય બને છે. એના જ ેવાં જ સંગઠન, વ્યૂહરચના અને કાર્યપદ્ધતિ સત્યાગ્રહ માટે પણ પૂરતાં છે. બાહ્ય વ્યવહારુ પગલાંઓમાં ઝાઝો ફે ર નહીં હોય, માત્ર એ બંનેની પાછળ કામ કરતી અને વ્યાપી રહે લી ભાવના જુ દી હશે. ઔદ્યોગિક હડતાલના પાયામાં સ્વાર્થ, વિરોધ અને વર્ગદ્વેષ રહે લા છે. એની પાછળનો સિદ્ધાંત વર્ગ વર્ગ વચ્ચેની હરીફાઈ અને દ્વેષનો છે. એવું માનવામાં આવે છે કે એક વર્ગની હાનિ તે બીજાનો લાભ છે. આ દુશ્મનાવટ અને દ્વેષ હોવા છતાં, ઔદ્યોગિક હડતાલો વ્યવહારુ કારણોસર હિં સાને ટાળે છે. જ ેમણે

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

સફળતાપૂર્વક હડતાલોનું સંચાલન કર્યું છે તેઓ અહિં સાનું મૂલ્ય સમજ ે છે. તેઓ જાણે છે કે વિજયી થવા માટે એક સારી કાર્યનીતિ તરીકે અહિં સાને કાળજીપૂર્વક વળગી રહે વું આવશ્યક છે. તેઓ સમજ ે છે કે તેમની સામે વાપરી શકાય એવું શારીરિક બળ એટલું તો પ્રબળ અને સુસંગઠિત છે કે તેઓ પોતાના માણસોનું ધૈર્ય શાંતિપૂર્ણ પદ્ધતિથી જ ટકાવી રાખી શકે અને એ રીતે તેમને ધનવાનોથી દબાયેલી સરકારોના આતંક જગાડે એવા બદલાથી અને પરિણામે ધૈર્ય ગુમાવી બેસવાથી બચાવી શકે. ઘણી વાર હડતાલિયાઓને હિં સા કરવા ઉશ્કેરીને અને ઉત્તેજન આપીને હડતાલને તોડી પાડવાનું ઉદ્યોગપતિઓને વધારે સોંઘું, સહે લું અને લાભકર્તા લાગે છે. શાંતિપૂર્ણ હડતાલમાં હિં સા દાખલ કરવા માટે ઉશ્કેરણી કરનાર ભાડૂ તી માણસોનો ઉપયોગ જાણીતી વસ્તુ છે. ઔદ્યોગિક હડતાલોની વ્યૂહરચના હં મેશાં શાંતિપૂર્ણ અને અહિં સક પદ્ધતિઓ વાપરે છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં જ ે વસ્તુ કાર્યનીતિને કારણે આવશ્યક બની જાય છે તે જ સત્યાગ્રહમાં જીવનસિદ્ધાંત બની જાય છે. એ જ સંગઠિત જીવનમાત્રનો પાયાનો સિદ્ધાંત છે. દેખીતો સ્વાર્થવિરોધ હોવા છતાં સત્યાગ્રહી જીવમાત્રની મૂળભૂત એકતા સ્વીકારે છે. હડતાલિયો જ ે વસ્તુ નબળાઈને કારણે, તાકાતના અને હથિયારના અભાવે કરે છે, તે જ સત્યાગ્રહી નૈતિક બળને જોરે કરે છે. તે જાણે છે કે યુદ્ધમાં પણ લશ્કરનાં શારીરિક બળ કરતાં તેની ટકી રહે વાની શક્તિ અને ધૈર્ય જ અંતિમ વિજય માટે વધારે મહત્ત્વનાં હોય છે. આથી તે ભૌતિક કરતાં નૈતિક ગુણો ઉપર વધારે વિશ્વાસ રાખે છે અને છતાં તે બાહ્ય સાધનોની ઉપેક્ષા કરતા નથી, પણ એ સાધનો વિનાશનાં નથી હોતાં. એ સાધનો સહકાર અને સંગઠનનાં હોય છે. તે સમજ ે છે કે જુ લમગાર કેવળ પશુબળથી નહીં પણ પશુબળના સંગઠનથી વિજયી નીવડે છે. તે જુ લમગારના હિં સક સંગઠનનો સામનો પોતાના અહિં સક સંગઠનથી કરે છે. તેમ છતાં એના અહિં સક સંગઠનમાં સહકાર આપનાર 11


વ્યક્તિઓમાં સત્ય અને અહિં સા વિશેની શ્રદ્ધા અને પોતાના પક્ષે ન્યાય રહે લો છે એવી શ્રદ્ધામાંથી જન્મેલું ઉચ્ચતર ધૈર્ય હોવું આવશ્યક છે. નૈતિક સિદ્ધાંતોમાંની આ શ્રદ્ધા અને ન્યાય પોતાને પક્ષે છે એવી માન્યતાને કારણે સત્યાગ્રહી પોતાના હે તુ અને ધ્યેયને વિશે જ નહીં પણ પોતે જ ે સામગ્રી અને સાધનો વાપરે છે તેને વિશે પણ સાવધ રહે છે. તે અહિં સક છે એનું કારણ કોઈ દુઃખદ આવશ્યકતા કે અશક્તિ નથી પણ તેણે સ્વેચ્છાએ નૈતિક બળને જોરે અહિં સક રહે વાનું પસંદ કર્યું છે એ છે. આમ એ બહાદુર પણ છે અને નીડર પણ છે, જ્યારે સૈનિક માત્ર બહાદુર હોય છે. પણ સત્યાગ્રહના આગેવાને એવા માણસો સાથે કામ પાડવાનું છે, જ ેમનું શિક્ષણ, જ ેમની બુદ્ધિ અને જ ેમની બહારની સમાનતા ઓછાવત્તાં હોય છે. જ્યાં તેને સાચા આંતરિક બળની ખાતરી નથી મળતી ત્યાં તે માત્ર આચારમાં અહિં સાથી ચલાવી લે છે, જ ેમ કોઈ ધાર્મિક સુધારક બાહ્ય આચારના પાલનથી સંતોષ માને છે અને આશા રાખે છે કે સતત આચરણ કરતાં રહે વાથી એની ટેવ પડી જશે અને તેને લીધે ચિત્ત ઉપર અસર થતાં અંતે તેનું હૃદયપરિવર્તન પણ થશે. તેમ છતાં, એ આગેવાન કેવળ યાંત્રિક નિયમપાલનની મર્યાદા પણ સમજ ે છે અને એની અસર ઓછી કરવા માટે તે સતત સાધનશુદ્ધિ અને ચિત્તશુદ્ધિ ઉપર ભાર મૂક્યા કરે છે, પણ તેણે કોઈ પણ વ્યવહારુ માણસની પેઠ ે જોખમ તો ખેડવું જ પડે છે. જોકે સત્યાગ્રહનો આગેવાન સામાન્ય સૈનિક પાસેથી માત્ર બાહ્ય નિયમપાલન મળે તો ચલાવી લે છે, તેમ આંદોલનનું સંચાલન કરનાર પોતાના મુખ્ય મદદનીશોની બાબતમાં ન ચલાવી લઈ શકે.

પ્રતિકાર નિષ્ક્રિય નહીં લોકો સત્યાગ્રહનો અનુવાદ અંગ્રેજીમાં ‘પૅસિવ રે ઝિસ્ટન્સ’ (નિષ્ક્રિય પ્રતિકાર) અથવા ‘નૉન-કોઑપરે શન’ (અસહકાર) એવો કરે છે, પણ એ શબ્દો ભાગ્યે જ એનો સાચો અર્થ દર્શાવે છે. સત્યાગ્રહમાં 12

હડતાલિયો જે વસ્તુ નબળાઈને કારણે, તાકાતના અને હથિયારના અભાવે કરે છે, તે જ સત્યાગ્રહી નૈતિક બળને જોરે કરે છે. તે જાણે છે કે યુદ્ધમાં પણ લશ્કરનાં શારીરિક બળ કરતાં તેની ટકી રહેવાની શક્તિ અને ધૈર્ય જ અંતિમ વિજય માટે વધારે મહત્ત્વનાં હોય છે. આથી તે ભૌતિક કરતાં નૈતિક ગુણો ઉપર વધારે વિશ્વાસ રાખે છે અને છતાં તે બાહ્ય સાધનોની ઉપેક્ષા કરતા નથી, પણ એ સાધનો વિનાશનાં નથી હોતાં

નિષ્ક્રિયતા જ ેવું કંઈ છે જ નહીં. તેમ એ નકારાત્મક ખ્યાલ પણ નથી. એ તો કાર્ય કરવાનો, સંગઠન સાધવાનો, લડત ચલાવવાનો અને પ્રતિકાર કરવાનો હકારાત્મક સિદ્ધાંત છે. સશસ્ત્ર પ્રતિકાર પૂરતો એ નિષ્ક્રિય છે, પણ એનો નૈતિક પ્રતિકાર ભારે સક્રિય અને દૃઢ સંકલ્પવાળો હોય છે. આ નૈતિક વિરોધ જુ લમ, અન્યાય અને પાપ સાથેના સહકારથી સીધી કે આડકતરી રીતે મળતા બધા લાભો જતા કરે છે. આનો અર્થ અવશ્ય એવો થાય છે કે લડતમાં ભાગ લેનાર વ્યક્તિઓનાં જીવન શુદ્ધ હોવાં જોઈએ. એને લીધે વ્યક્તિએ કેટલાક પ્રતિબંધો, મર્યાદાઓ અને સંયમ સ્વીકારવાં જ પડે. કેટલીક વાર કેટલીક એવી બાબતોને પ્રતિબંધ પણ સ્વીકારવો પડે જ ે પોતે મૂળભૂત રીતે વાંધાજનક ન હોય, પણ અમુક સંજોગોમાં વાંધાજનક થઈ પડે, જ ેમ કે સરકારી અમલદારો સાથેનો ગાઢ સંબંધ, પરદેશી વસ્તુઓનો ઉપયોગ અથવા ઇલકાબોનો સ્વીકાર અને ઉપયોગ, સરકારી શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશ અને વિદેશી અદાલતોને સહાય. કારણ, આ વસ્તુઓ મારફતે વિદેશી સરકાર આપણા દેશ ઉપર પોતાનો પ્રભાવ અને કાબૂ ટકાવી રાખે છે અને મજબૂત કરે છે એમ લાગતું હતું. કોઈ વાર પ્રતિબંધ ખરે ખર એવી વસ્તુઓનો કે કાર્યોનો હોય જ ે નિર્દોષ પણ ન હોય તેમ નીતિનિરપેક્ષ પણ ન હોય, પણ ચોક્કસપણે હાનિકર્તા હોય, જ ેમ કે અસ્પૃશ્યતા અને કેફી પદાર્થોનું [ જાન્યુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


અને દારૂનું સેવન. કેટલાક લોકો એવું માનતા લાગે છે કે આવા પ્રતિબંધો એ સત્યાગ્રહની વિશેષતા છે, પણ સહે જ વિચાર કરતાં સ્પષ્ટ સમજાશે કે કેટલાક પ્રતિબંધો કાર્યસાધક અને કેન્દ્રિત હિં સક કે અહિં સક કાર્ય માટે આવશ્યક હોય છે. બધા જ ધર્મોએ, રાષ્ટ્રીય અને આદર્શ પ્રેરિત લડતોએ ભૂતકાળમાં એવા પ્રતિબંધોનો ઉપયોગ કર્યો છે. ખ્રિસ્તી, ઇસ્લામી, પ્યૂરિટન અને શીખોનાં લશ્કરોમાં આવા કેટલાક પ્રતિબંધો અને અંકુશો હતા અને જ ે કોઈ લશ્કર વિજયી થવા ઇચ્છતું હોય તેણે રાખવા જ પડે. બૉલ્શેવિકો આધ્યાત્મિક મૂલ્યોમાં અથવા ત્યાગમાં માને છે એવું કોઈ કહી શકે એમ નથી, તેમ છતાં બૉલ્શેવિઝમે આગેવાનો અને સૈનિકો ઉપર જ નહીં પણ સામાન્ય નાગરિકો ઉપર પણ જ ે પ્રતિબંધો લાદ્યા છે તેની સંખ્યાનો પાર નથી. સાચી વાત તો એ છે કે કોઈ પણ કલા કે ધંધો શીખવામાં અને કરવામાં માણસે અમુક પ્રતિબંધો પાળવા જ પડે છે.

મારફતે કે સમૂહ મારફતે પગલાં લેવાની જોગવાઈ પૂરી પાડે છે. એનો હે તુ માત્ર કોઈના વ્યક્તિગત અધિકારનું સમર્થન કરવાનો અને તેનો વ્યક્તિગત વિરોધ નોંધાવવાનો નથી, પણ સામૂહિક પગલું લેવાનો અને જરૂર પડે તો કોઈ દૂષિત સામાજિક, આર્થિક કે રાજકીય તંત્રનો, તેનું કામ અશક્ય બનાવી દઈને, અંત લાવવાનો છે. એમાં ઠેઠ સુધી હે તુ દાબદબાણ લાવવાનો કે વેર વાળવાનો નથી હોતો, પણ પોતાનું કર્તવ્ય બજાવવાનો હોય છે, જ ેમાં વ્યક્તિને અને સમાજને અધોગતિએ પહોંચાડનાર અને ગુલામ બનાવનાર તંત્રને સહકાર આપવાનો ઇનકાર કરવાનો હક પણ સમાઈ જાય છે. આ રીતે સામાજિક પ્રવૃત્તિ તરીકે કલ્પાયેલો સત્યાગ્રહ, જ ેઓ કોઈ દૂષિત કે અનિષ્ટ તંત્ર ચલાવતા હોય તેમને આડખીલીરૂપ અને મૂંઝવનારો થઈ પડે એ અનિવાર્ય છે. આ સંકુલ જગતમાં જ્યાં સૌનાં હિત સદા એકસરખાં હોતાં નથી, ત્યાં કોઈ પણ ઘર્ષણ વગર પોતાનું કર્તવ્ય બજાવી શકાતું નથી, પણ એ સંઘર્ષ જ ેઓ પોતાનું નૈતિક કર્તવ્ય કરવા માગે છે તે વ્યક્તિઓએ કે સમૂહોએ ઊભું કરે લું નથી હોતું. અને જો એ કર્તવ્ય દ્વેષ વગર, સત્ય અને અહિં સાનું પાલન કરીને બજાવવામાં આવ્યું હોય છે તો વિરોધી પોતાના કામમાં આડખીલી ઊભી કરવાની કે પોતાને મૂંઝવણમાં મૂકવાની ફરિયાદ કરી શકતો નથી. અગવડભરી પરિસ્થિતિને અને પરિણામે મૂંઝવણને અને નુકસાનને ટાળવાનું હં મેશાં તેના હાથમાં જ હોય છે. તેમ છતાં બે વ્યક્તિઓ કે સમૂહો પોતે જ ેને પ્રામાણિકપણે પોતાનું કર્તવ્ય માનતાં હોય તે બજાવવા જતાં તેમની વચ્ચે ઘર્ષણ જાગે એ સંભવિત છે. આવા સંજોગોમાં સત્યાગ્રહી લડતને ઉચ્ચતર સ્તરે લઈ જાય છે અને ત્યાં ઘર્ષણ માત્ર અમુક સમય પૂરતું અને ક્રોધ કે દ્વેષ વગરનું હોય છે.

સત્યાગ્રહ એ સામાજિક આંદોલન છે

પ્રાચીન કાળમાં અનિષ્ટનો પ્રતિકાર ન કરવા અંગે જ ે ખ્યાલ હતો તે મુજબ એ એક કેવળ આધ્યાત્મિક સિદ્ધાંત હતો. એ એક વ્યક્તિના પોતા પ્રત્યેના અને પોતાના સર્જનહાર પ્રત્યેના કર્તવ્યનો નિર્દેશ કરતો હતો. બેશક અમુક અંશે એ સામાજિક જીવનને પણ અસર કરતો હતો, પણ તે આડકતરી રીતે એને સમૂહના પ્રશ્નો સાથે કંઈ સંબંધ નહોતો. જોકે સારા માણસની સંખ્યામાં વધારો થાય એથી સામાજિક વ્યવહાર અને સંબંધોમાં ફે ર પડે જ, પણ તે અલગ વાત થઈ. જ્યારે સત્યાગ્રહ એ વ્યક્તિગત કર્તવ્ય પણ છે અને સામાજિક અને રાજકીય ફરજ પણ છે. વળી, જૂ ના પ્રકારનો અપ્રતિકાર, કોઈ ઉદ્ધત બળિયાને કે અન્યાયી સત્તાધારીને તાબે ન થવાના વ્યક્તિના અધિકારનું સમર્થન પણ કરતો હતો, પછી એ સત્તા કૌટુબિ ં ક, સામાજિક, આર્થિક કે રાજકીય સમૂહની કે વર્ગની ભલે હોય. સત્યાગ્રહ, આ બધા ઉપરાંત, મંડળ

[આચાર્ય કૃ પાલાની લિખિત અને નગીનદાસ પારે ખ અનુવાદિત ‘ગાંધી વિચારવિમર્શ’ માંથી સંપાદિત] o

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

13


લોક-આંદોલનો વિશે થોડી છણાવટ જયપ્રકાશ નારાયણ લોકશક્તિ રાજ્યશક્તિ કરતાં સર્વોપરી

…લોકોનો કોઈ પ્રતિનિધિ અથવા લોકોના

પ્રતિનિધિત્વ પર આધારિત કોઈ સરકાર પોતાના કર્તવ્યનું પાલન ન કરતી હોય, સરકાર ભ્રષ્ટાચારી, દમનકારી અને અક્ષમ બની ગઈ હોય ત્યારે જનતાએ શું કરવું? સરકારના ભ્રષ્ટ અને અંધેર કારભાર સામે પ્રજાએ શું કરવું? એ જ કે, ચૂંટણીઓ સુધી રાહ જોવાની? અને જ્યારે આ ચૂંટણીઓ જ શુદ્ધ ને મુક્ત ન રહી હોય, તેવે વખતે લોકોએ શું કરવું? આવી સરકારોને જો તમે ઉઘાડી ન પાડી શકો, એમની બરતરફી ને કાયાપલટ માટે આંદોલન ન કરી શકો, તો પ્રજાજીવન માટે પછી આરો-ઉગારો કયો રહ્યો? ખરું જોતાં તો સભા-સરઘસ, હડતાલ, બંધ, સવિનય કાનૂનભંગ, વગેરે બધાં લોકશાહીનાં હથિયારો છે. ખપ પડ્યે એ બધાં વપરાતાં ન રહે , તો કટાઈ જાય. માટે આવે વખતે લોકો પાસે સીધાં પગલાં ભરવા માટેનો અવકાશ હોવો જ જોઈએ. વાસ્તવમાં જ્યારે બંધારણીય પદ્ધતિઓ અને સ્થાપિત લોકશાહી સંસ્થાઓ લોકોની યાતનાઓનો ઉકેલ કરવામાં અથવા લોકોની ઇચ્છાઓનો યોગ્ય જવાબ વાળવામાં નિષ્ફળ જાય, ત્યારે લોકો બીજુ ં કરી પણ શું શકે? ત્યારે ઊલટુ ં લોકશાહીનું એ તંદુરસ્ત અને આવકારપાત્ર લક્ષણ છે કે લોકો — લોકશાહીના સાચા માલિકો — માથું ઊંચું કરીને, ભલે બંધારણ બહારનાં પરં તુ શાંતિમય સાધનો દ્વારા સત્તાને નમાવીને પોતાના અધિકાર સિદ્ધ કરે . સંસદીય લોકશાહીમાં પણ લોકો કેવળ એના નિષ્ક્રિય વાહકો જ ન બની રહે તાં સક્રિય બનીને પોતે ચૂંટી મોકલેલ પ્રતિનિધિઓનો જવાબ માગનારા અને અંતે એમની કારવાઈઓ પર અંકુશ રાખનારા સાચા ‘ડેમોસ’ અર્થાત્ ‘લોક’ તરીકે વર્તી શકે છે. આમાં સૌથી મુખ્ય વાત એ છે કે લોકશાહીમાં જનશક્તિ રાજ્યશક્તિ કરતાં સર્વોપરી છે, રાજ્યશક્તિ 14

જનશક્તિને આધીન છે. એટલે જરૂર ઊભી થાય ત્યારે આવી લડત ઉપાડવાનો, આંદોલન ચલાવવાનો લોકોને અબાધિત અધિકાર છે.

આંદોલન શાંતિમય જ હોઈ શકે અલબત્ત, આવાં સીધાં પગલાંનો ઉપયોગ શાંતિમય અને વ્યવસ્થિત રીતે જ થવો જોઈએ. અવ્યવસ્થા અને હિં સાને તો લોકશાહીમાં સ્થાન ન જ હોય. આવાં લોક-આંદોલનો શાંતિમય માર્ગે જ ચાલવાં જોઈએ. શાંતિમય અને તેની સાથે હં ુ ‘શુદ્ધ’ પણ જોડીશ. આ શાંતિમય અને શુદ્ધ સાધનોની શક્તિ અસીમ છે. આ દેશમાં વિદ્યાર્થીઓએ તેમ જ બીજા આંદોલન કરનારાઓએ કેટલાય પ્રસંગોએ બસોને અને જાહે ર માલમિલકતને આગ ચાંપી છે, તોડફોડ કરી છે, અને જનતાનેય કેટલીક સતામણીઓ કરી છે. કોઈ પણ જવાબદાર માણસ આવાં કૃ ત્યોનો બચાવ કરી શકે નહીં. એટલું સાવ સ્પષ્ટ છે કે કોઈ પણ આંદોલનમાં કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને કાયદાથી પર માની સ્વચ્છંદે વર્તી શકે નહીં. અને જ્યાં મુકરર કરે લા કાયદાનો ભંગ કરવાનો હોય, ત્યાં પણ એ કાર્ય વ્યવસ્થિત અને શાંતિમય રીતે જ પાર પાડવું રહ્યું. આંદોલનમાં ભાગ લેનાર કોઈ પણ વ્યક્તિ મનમાની રીતે કાયદો પોતાના હાથમાં લઈ શકે જ નહીં.

સરકાર પક્ષે હિંસા-વિવેક ને સ્વયંશિસ્ત આની સાથોસાથ સરકારના પક્ષે પણ વિચારવાનું છે. સમાજમાં હિં સા ન થાય એમ જો સરકાર ઇચ્છતી હોય, તો કેટલીક બાબત ખાસ ધ્યાનમાં રાખવી પડશે. સૌથી પહે લાં તો તેણે જુ દી જુ દી જાતની હિં સા વચ્ચેનો ભેદ પારખતાં શીખવું પડશે. એક છે, બિલકુ લ વ્યવસ્થિત અને યોજનાપૂર્વકની હિં સા. દા.ત. તેનો અનુભવ બિહાર આંદોલન વખતે પટણામાં ‘સર્ચલાઇટ’ [ જાન્યુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


અખબારના મકાન ઉપરના હુમલામાં થયો. બીજી છે, વળી, સરકારે તેની પોતાની હિં સા ઉપર કાબૂ ગુંડાઓ અને બીજાં અસામાજિક તત્ત્વો દ્વારા રાખતાં શીખવું પડશે. આ બાબતમાંયે અત્યાર સુધીની આચરાતી હિં સા. અને ત્રીજી છે, નાની હિં સા, જ ેવી પરં પરા એ રહી છે કે જ ેવો કાંઈક પથ્થરમારો થયો કે પથ્થરમારો કરવો કે છૂટાં-છવાયાં વાહનોને બાળી અને કોઈક પોલીસ અફસરને વાગ્યું કે તરત મૂકવાં વગેરે. એવી હિં સા ગુસ્સામાં આવી જઈને કે ગોળીબાર કરવામાં આવે છે. તેને લીધે કેટલાય લોકો અમુક વસ્તુનું સાટુ ં વાળવા રૂપે કે માત્ર અવિચારી ઘવાય છે અને આજુ બાજુ ઊભેલાઓ પણ કેટલાક લડાકુ મિજાજમાં આચરી દેવામાં આવે છે. પરં તુ આનાથી મરે છે. આવું ઘણી વાર થાય છે. સરકારના સરકારો આ બધી હિં સાઓ વચ્ચે આવો કોઈ વિવેક હાથમાં સમાજ ે સોંપેલી દંડશક્તિનો આવો વિચારહીન કરવા બેસતી હોય એમ નથી લાગતું. તેનું પરિણામ ઉપયોગ બંધ થવો જોઈએ. આ સંદર્ભમાં સરહદી એ આવે છે કે ખરે ખરા ગુનેગારો તો હાથમાં આવતા સંરક્ષણ દળના વડા શ્રી રુસ્તમજીએ આંતરિક કાયદો જ નથી, અને બીજાઓને, અરે સાવ નિર્દોષોને પણ ને વ્યવસ્થા જાળવવા માટે ઓછાં વિઘાતક સાધનોનો સજા ભોગવવાનું આવે છે. ઉપયોગ કરવા માટે કરે લી ભલામણો ઉપર સરકારે સરકારે બીજી વાત એ સમજવાની છે કે અમુક તત્કાળ ધ્યાન આપવું જોઈએ. એમણે કહ્યું કે આ પરિસ્થિતિમાં પ્રજાના દિલમાંથી જ હિં સા જન્મતી રાઇફલો તો યુદ્ધ લડવા માટે છે. તેનો ઉપયોગ દેશના હોય છે. પ્રજાની યાતનાઓ દિવસે દિવસે વધતી લોકો પર ન થવો જોઈએ. આંતરિક સલામતી માટે જાય, અને તેને લીધે પ્રજાનો રોષ પરાકાષ્ઠાએ નવા પ્રકારની ગોળીઓ જોઈએ, જ ે માણસનો જાન પહોંચતો જાય, અને તેમાંથી ક્યારે ક સ્ફોટ થઈ ઊઠે. ન લે, માત્ર તેને ઘાયલ કરે . સરકારે એક વાત એ પણ ખ્યાલમાં રાખવી સાથોસાથ, સરકારોએ પોતાનું ઘર વ્યવસ્થિત કરવું જોઈએ કે શ્રી રામુલુના આમરણ ઉપવાસને લીધે જોઈએ. લાંચ-રુશવતિયા અને ભ્રષ્ટાચારી પ્રધાનો તેમ અલગ આંધ્ર રાજ્યની રચના થઈ, ત્યારથી માંડીને જ અમલદારોને કાઢી મૂકવા જોઈએ, વહીવટી તંત્રમાં આજ સુધી પરં પરા એવી ચાલતી આવી છે કે પ્રજાનાં સુધારો કરવો જોઈએ, કાળાં-બજારિયાઓ, નફાખોરો શાંતિમય ને લોકશાહી પગલાં તરફ તો સરકાર સાવ અને સંઘરાખોરો સામે સખત હાથે કામ લેવું જોઈએ, ધ્યાન જ નથી આપતી, પછી ભલે ને તે પગલાં ગમે ભૂખે ટળવળતા ગરીબોને રાહત પહોંચાડવા તત્કાળ તેટલાં શક્તિશાળી અને શુદ્ધ હોય! ક્યાંય કોઈ એકાદા પગલાં ભરવાં જોઈએ, કોઈની પણ વાત શાંતિ ને કિસ્સામાંય સરકારોએ સહકારનો માર્ગ અખત્યાર સહાનુભૂતિપૂર્વક સાંભળીને તેને કાંઈક સમાધાન કર્યાનું જાણ્યું નથી. મોટે ભાગે તો લોકોનાં આવેદન- કરાવવા પ્રયાસ કરવો જોઈએ. પત્રોનો કોઈ જવાબ જ અપાતો નથી. કાં ટાળમટોળ વિદ્યાર્થીઓ હિંસા તરફ વળે છે શું કામ? કે મુખ્ય મુદ્દાને બાજુ એ સેરવી દેનારા ઉડાઉ જવાબો આ ઉપરાંત હજી વધુ ઊંડા ઊતરવું પડશે. આપણે અપાયા કર્યા છે! પરં તુ જ ેવી જાહે ર માલમિલકતની કાંઈક ભાંગફોડ કે આગજાળ કે ખાનાખરાબી થઈ શોધી કાઢવાની મહત્ત્વની વાત કોઈ હોય તો એ કે, કે સરકાર તરત ધ્યાન આપે છે અને ઝટઝટ કાંઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બસો સળગાવી મૂકવાનાં ને કાંઈ પગલાં ભરવા માંડ ે છે. ઘણા આદરપાત્ર ને એવા પ્રકારનાં કૃ ત્યો તરફ વળે છે શું કામ? અને નાગરિકોએ પણ મને કહ્યું છે કે સરકાર તો હિં સા એમનાં આવાં કૃ ત્યોને અટકાવવા માટે આપણે કર્યું વિના કદી સાંભળતી જ નથી. સરકારની આ શું? દેખીતી રીતે આ માટે આપણે વિદ્યાર્થીઓને રીતભાતમાં જ્યાં સુધી સુધારો નહીં થાય, ત્યાં સુધી સમજવાની કોશિશ કરવી જોઈએ. એમને આવા વર્તન હિં સાને રોકી શકાશે કે કેમ, તે વિશે મને શંકા છે. માટે ઉશ્કેરનારું કારણ શું છે? કેટલાક વિદ્યાર્થી

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

15


‘નેતાઓ’ ગુનાખોર વૃત્તિવાળા હોવાથી વિદ્યાર્થીઆલમ સાથે કશી જ લેવાદેવા ન હોય તેવા ગુંડાને તોફાનીઓની ટોળકીઓને સાથે રાખીને આવાં કૃ ત્યો કરાવવામાં રસ ધરાવતા હોય, એ શક્ય છે. પરં તુ વિદ્યાર્થીઆલમમાં પ્રવર્તી રહે લ અસંતોષની સમસ્યાને ગુનાખોરીનું લેબલ ચોંટાડીને કાઢી નાખી શકાય નહીં. એનાં કારણોના મૂળમાં તો આપણી અનુચિત ને અમુક અંશે સડી ગયેલ શિક્ષણ-પદ્ધતિ છે, શિક્ષિતોની બેકારીને કારણે એમનામાં આવેલ હતાશા છે, અને સાથે સાથે સામાજિક ને આર્થિક વિકાસ માટેની તદ્દન ઊંધે જ માર્ગે જઈ રહે લી આપણી નીતિઓ છે. બધાંના મૂળમાં રહે લી આ પાયાની સમસ્યાનો ઉકેલ શોધી કાઢવા આપણે મથવાનું છે. વિદ્યાર્થીઆલમમાં પ્રવર્તતા અસંતોષ અંગેના સંશોધન-અહે વાલો આ બધા સવાલોના જવાબ આપી શકતા નથી. પરં તુ એમાંથી જ ે કાંઈ જવાબો આજ લગીમાં જડ્યા છે, તેના આધારે એક નવી નીતિ એ ક્ષેત્ર પૂરતી ઘડી કાઢવી જરૂર શક્ય છે. પરં તુ એ નીતિને અમલમાં મૂકવાની હિં મત કોનામાં છે? કારણ, એ નીતિ કેવળ શિક્ષણ ક્ષેત્રને જ લાગુ પડનારી નથી હોવાની, એમાં બીજાં અનેક ક્ષેત્રો આવરી લેવાં પડે એમ હશે, જ ેમ કે આર્થિક ને સામાજિક વિકાસની દિશા, તેમ જ સમાજના વર્ગીય માળખાની પુનર્ર ચના ઇત્યાદિ. મને ભય છે કે આપણા સમાજનો મધ્યમ વર્ગ — જ ે આપણા બધા રાજકારણીઓ, વહીવટી અધિકારીઓ, શિક્ષકો, વેપારીઓ ને ઇતર ધંધાદારી લોકોનો બનેલો છે એ મધ્યમ વર્ગ જ — હંમેશાં કોઈ ને કોઈ બહાને સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કારિક ક્ષેત્રે યા શિક્ષણતંત્રમાં ધરમૂળના ફે રફારો કરવાની આડે આવી ઊભો રહે તો હોય છે.

સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહ આંદોલનના સંદર્ભમાં એક મુદ્દો સવિનય કાનૂનભંગનો પણ વિચારવાનો છે. સામાન્ય રીતે આંદોલનોમાં સવિનય કાનૂનભંગ ઇત્યાદિ બાબતોનો સમાવેશ નથી થતો. પરં તુ અસાધારણ સંજોગોમાં કે 16

વિદ્યાર્થી-આલમમાં

પ્રવર્તી

રહેલ

અસંતોષની

સમસ્યાને ગુનાખોરીનું લેબલ ચોંટાડીને કાઢી નાખી શકાય નહીં. એનાં કારણોના મૂળમાં તો આપણી અનુચિત ને અમુક અંશે સડી ગયેલ શિક્ષણ-પદ્ધતિ છે, શિક્ષિતોની બેકારીને કારણે એમનામાં આવેલ હતાશા છે, અને સાથે સાથે સામાજિક ને આર્થિક વિકાસ માટેની તદ્દન ઊંધે જ માર્ગે જઈ રહેલી આપણી નીતિઓ છે

જ્યારે સરકાર ભ્રષ્ટાચાર ઇત્યાદિ પોતાનાં અનિષ્ટોને હઠપૂર્વક વળગી રહે તી હોય તથા તાકીદની જરૂરિયાતો અંગેની પ્રજાની વાજબી ઝુંબેશોને દમનથી કચડી નાખવા માગતી હોય (દાખલા તરીકે બિહારના વિદ્યાર્થી-આંદોલનનું થયેલું તેમ), તો એવી પરિસ્થિતિમાં સવિનય કાનૂનભંગનું હથિયાર અજમાવવાની પણ ફરજ પડે છે. વળી, એવાં ક્ષેત્રો કે જ્યાં સચોટ રીતે સવિનય કાનૂનભંગનું હથિયાર વાપરી શકાય એવું ન હોય, ત્યાં સત્યાગ્રહનો ખપ પણ પડે છે. દાખલા તરીકે સામાજિક યા આર્થિક શોષણની સામે. આમાં જો સરકાર શોષણખોરોનો પક્ષ લઈ આડી પડે, તો આવા સત્યાગ્રહો સરકાર સામેના સવિનય કાનૂનભંગનું સ્વરૂપ પણ પકડી શકે. દેશના અનેક ભાગોમાં અનેક વાર આવા સંજોગો ઊભા થતા જ રહ્યા છે. એક સવાલ એ પણ છે કે કોઈ પણ ચૂંટાયેલી સરકાર અને વિધાનસભાને બરખાસ્ત કરાવવા માટે સવિનય કાનૂનભંગનો ઉપયોગ થઈ શકે કે કેમ? આ વિશે બંધારણના નિષ્ણાત એવા કાયદાશાસ્ત્રીઓએ બંધારણીય દૃષ્ટિએ તેના વાજબીપણાની છણાવટ કરે લી છે. વિધાનસભા-વિસર્જનની માંગ ગેરબંધારણીય નથી. તેને બંધારણ બહારની ભલે કહો, પણ તે લોકશાહી-વિરોધી તો નથી જ. અલબત્ત, એટલું નોંધાવું જોઈએ કે ચૂંટાયેલી સરકારો અને વિધાનસભાઓની બરતરફી માટે સવિનય કાનૂનભંગનો સર્વસામાન્ય રીતે [ જાન્યુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ઉપયોગ થવો જોઈએ નહીં. અસામાન્ય સંજોગોમાં જ એ માર્ગનો આશરો લેવાય. અને તે પણ સંપૂર્ણ શાંતિમય રીતે જ કાનૂનભંગનો આ કાર્યક્રમ થવો જોઈએ. આંદોલન હં મેશાં સંપૂર્ણપણે શાંતિમય જ રહે વું જોઈએ, એ વાત કદાપિ ભુલાવી ન જોઈએ. ગમે તેવા સંજોગોમાં પણ લોકો ઉશ્કેરાઈને હિં સાનો આશરો ન લે. કેમ કે એમ થશે તો તેનાથી આંદોલનને જ ધોખો પહોંચશે. સરકાર તરફથી ગમે તેટલું દમન થાય, તોયે આંદોલન દરે ક સ્તરે શાંતિમય જ રહે . અશ્રુવાયુ, લાઠી, ગોળી બધાંની સામે પણ આંદોલન કરનારા હં મશ ે ાં શાંત જ રહે . બિહાર આંદોલનનો નારો — ‘હમલા ચાહે જ ૈસા હોગા, હાથ હમારા નહીં ઊઠેગા, નહીં ઊઠેગા!’ — દરે કે દરે ક લોક-આંદોલન માટે શાંતિના મંત્રરૂપ બની રહે વો જોઈએ.

રાજકીય પક્ષો માટે ની પરહે જી એવી જ રીતે આવાં આંદોલનોને રાજકીય પક્ષોના હાથની કઠપૂતળી પણ ન બનવા દેવાં જોઈએ. આવાં લોક-આંદોલન કોઈ પણ રાજકીય પક્ષ કે પક્ષોના નેતૃત્વમાં ચાલશે, તો ઇષ્ટ નહીં થાય. આંદોલનમાં ભાગ લેનાર તમામ વ્યક્તિઓએ પણ બિન-પક્ષીય રહે વું જોઈએ અને તે અનુસાર જ વર્તવું જોઈએ. પક્ષવાળા તેમાં ભાગ લે, તો એમની ભૂમિકા પણ પક્ષીય ન રહે વી જોઈએ. રાજકીય પક્ષોને મન જનશક્તિ કરતાં પક્ષશક્તિનું મહત્ત્વ વધારે હોય છે. રાજકીય પક્ષોની એ એક સ્વભાવગત વસ્તુ છે કે તેઓ આંદોલનનો પક્ષીય રીતે લાભ લેવા મથવાના જ. તેથી પક્ષો જો આવા લોક-આંદોલનમાં ભાગ લેવાના હોય તો એમનામાં પણ આંદોલનનાં હિત આગળ પોતાનાં પક્ષીય હિતોને ગૌણ ગણવાની વૃત્તિ જાગવી જોઈએ. અને આંદોલનમાં જ ે પ્રભાવક બિનપક્ષીય નેતૃત્વ ઊભું થયું હશે, પૂરતી જન-જાગૃતિ આવી હશે, જનશક્તિ પેદા થઈ હશે, તો આંદોલનના બિનપક્ષીય સ્વરૂપની માવજત કરવાનું શક્ય બનશે.

આંદોલન માટે પરિસ્થિતિ પાકવી જોઈએ ખેર, એક વાત એ પણ સમજવાની છે કે, મોટી

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

લોક-લડતનું વાતાવરણ પણ કાંઈ આપણી ઇચ્છા મુજબ ઊભું કરી શકાતું નથી હોતું. એમ તો કોઈ પણ લડતને માટેની પૂર્વભૂમિકા સમાં ગરીબી, બેકારી, કુશિક્ષણ ઇત્યાદિ તત્ત્વો સમાજમાં હં મેશાં પડેલાં જ હોય છે. પરં તુ તેમાંથી આવું કોઈક લોક-આંદોલન પ્રગટાવવા માટે, સમાજની સૂકાં ઈંધણ જ ેવી પરિસ્થિતિમાં ચેતન પ્રગટાવવા માટે, એકાદ ચિનગારીની જરૂર પડે છે. હનુમાન વિશે કહે વાય છે કે જ ેટલા શાંત તેટલા જ સામર્થ્યવાન હતા. જનતા પણ હનુમાન જ ેવી છે. એનામાં અસીમ શક્તિ ભરી પડી છે. સવાલ કેવળ એ શક્તિને ઢંઢોળવાનો, એને સંગઠિત કરવાનો અને એને ચાલવા દેવાનો છે. અને ઇતિહાસમાં એવા ઘણા દાખલાઓ પડ્યા છે કે સમાજ સાવ સૂતો મર્યા જ ેવો પડ્યો હોય, તે અચાનક આળસ મરડીને ઊઠે અને તખતો પલટી નાખે, સરકારો બદલી નાખે, પદ્ધતિઓ ફે રવી નાખે, અને સમાજ સાવ પરિવર્તિત થઈ જાય. જનતા પોતે જ આ બધું કરે . સંજોગો જ એવા આવી મળે. પરં તુ સમજવાની વાત એ છે કે, માણસ પોતાની ઇચ્છાથી આવું લોક-આંદોલનનું વાતાવરણ ઊભું કરી શકતો નથી. તેને માટે પરિસ્થિતિ પાકવી જોઈતી હોય છે.

પરિસ્થિતિના પિંડમાંથી આંદોલનને ઘાટ આપવો પડે છે

બીજી વાત એ કે, જ્યારે પરિસ્થિતિ પરિપક્વ બને, ત્યારે પણ એવી પરિસ્થિતિના પિંડમાંથી એક ક્રાંતિકારી આંદોલનનું સ્વરૂપ પેદા કરવું, એ નેતાનું કામ છે. દાખલા તરીકે, બિહાર આંદોલનમાં જોઈએ તો, શરૂઆતમાં જ ે કેવળ વિદ્યાર્થી આંદોલન હતું, તેનું સમગ્ર આમજનતાના લોક-આંદોલન તરીકે સ્વરૂપાંતર કરી શકાયું હતું. બિહાર આંદોલનનું નેતૃત્વ મેં સ્વીકાર્યું ત્યારથી લોકોને મેં સ્પષ્ટ સમજાવ્યું કે, એક સરકાર જશે અને બીજી આવશે તેટલા માત્રથી ન ભ્રષ્ટાચાર નાબૂદ થશે, ન બેકારી દૂર થશે, ન શિક્ષણમાં કોઈ સમૂળું પરિવર્તન આવશે. એવી ઊથલપાથલ તો આટલાં વરસોમાં કેટલી બધી થઈ! 17


પણ તેનાથી શો ફરક પડ્યો? માટે આ રોગોનાં મૂળમાં જવાનું છે. અહીં તો ઘાણીના બળદની જ ેમ આની આ વ્યવસ્થામાં ચક્કર લગાવ્યા કરવાથી જનતાને કદી રાહત થઈ શકવાની નથી. એ તો ભૂત જશે ને પલીત જાગશે! સાપનાથની જગ્યાએ નાગનાથ આવશે, એટલું જ. એટલે મેં કહ્યું કે, હવે આ આંદોલન મર્યાદિત ન રહે તાં સમગ્ર જનતાની લડત બને છે. તેનું ધ્યેય સંપૂર્ણ ક્રાંતિ હાંસલ કરવાથી લવલેશ ઓછુ ં નહીં હોય. આ નિમિત્તે તો આપણી પાસે એક એવો સુવર્ણ અવસર આવ્યો છે કે આખાયે જન-જીવનમાં આ આંદોલનને ફે લાવીને આપણે આખા દેશનું નૈતિક વાતાવરણ ઊંચું લાવી શકીએ અને એક નૈતિક ક્રાંતિ કરીએ. પ્રજામાં તે વખતે જબરો ઉત્સાહ હતો અને એક આશા ને અપેક્ષાનું વાતાવરણ હતું. પ્રજાના આ ઉત્સાહ અને સદ્ભાવને યોગ્ય માર્ગે વાળીને તેમાંથી કઈ રીતે સારામાં સારાં પરિણામ લાવી શકાય, તે માટેની મારી મથામણ હતી. અને આ પરિણામ એટલે પટણામાં થોડી ઊથલપાથલ કે ધારાસભાનું વિસર્જનમાત્ર જ નહીં, બલકે સમાજમાં કેટલાંક મૂળભૂત પરિવર્તન. આને માટે અમે સંગઠનનું કામ નીચેથી ઉપાડેલું. જનસંઘર્ષ સમિતિ અને છાત્ર સંઘર્ષ સમિતિઓની રચના કરી. આ સંઘર્ષ સમિતિઓને અમે એ વાત પણ ખાસ સમજાવતા કે, તમારે સંપૂર્ણ ક્રાંતિના વાહક બનવાનું છે. તમારે કેવળ સત્તાની સામે જ સંઘર્ષ નથી કરવાનો, પણ અન્યાય, વિષમતા, અનીતિ, શોષણ વગેરેની સામે પણ સંઘર્ષ કરવાનો છે. અને જ્યાં પૂરતી જનશક્તિ જાગ્રત થઈ હોય, ત્યાં જનતા સરકાર રચવાનો કાર્યક્રમ ઉપાડાતો. જનતા સરકારનો કાર્યક્રમ એ આમપ્રજાની એક અત્યંત રચનાત્મક પ્રવૃત્તિ હતી. આમ, બિહારનું વિદ્યાર્થી આંદોલન માત્ર એક પ્રાદેશિક કે અમુક વર્ગનું જ આંદોલન ન રહે તાં તેને સમાજવ્યાપી અને દેશવ્યાપી મહત્ત્વ પ્રાપ્ત થયું હતું. કોઈક તાત્કાલિક હે તુની સિદ્ધિ માટે નહીં, પણ સમાજમાં એક સર્વાંગીણ પરિવર્તન લાવવા માટે એક લોક-આંદોલન આકાર ધારણ કરી રહ્યું હતું. હં ુ એમ 18

આંદોલન દરેક સ્તરે શાંતિમય જ રહે. અશ્રુવાયુ, લાઠી, ગોળી બધાંની સામે પણ આંદોલન કરનારા હંમેશાં શાંત જ રહે. બિહાર આંદોલનનો નારો — ‘હમલા ચાહે જૈસા હોગા, હાથ હમારા નહીં ઊઠેગા, નહીં ઊઠેગા!’ — દરેકે દરેક લોક-આંદોલન માટે શાંતિના મંત્રરૂપ બની રહેવો જોઈએ

પણ કહે તો કે, અમને capture of power — સત્તા હાથમાં લેવામાં કે કબજ ે કરવામાં કોઈ રસ નથી, control of power — સત્તા ઉપર અંકુશ રાખવામાં જ રસ છે, and that too by the people — અને એ અંકુશ પણ લોકો મારફત રખાતો અંકુશ. રાજ્યશક્તિ ઉપર જનશક્તિનો અંકુશ હોવો જોઈએ, એવું હં ુ પ્રતિપાદન કરતો અને સંપૂર્ણ ક્રાંતિની વાત લોકોને સમજાવતો. આંદોલનના સંદર્ભમાં બીજો એક મુદ્દો એ છે કે, આવું લોક-આંદોલન લાગતીવળગતી સરકારોના સહકારમાંયે ચાલી શકે. લોક-આંદોલનની કલ્પનામાં સરકાર સાથેનો સંઘર્ષ અનિવાર્ય નથી. જ ે-તે સરકાર આંદોલન સાથે કેવો વર્તાવ કરે છે, તેના પર એ નિર્ભર છે.

લોકશક્તિ-નિર્માણમાં સત્યાગ્રહનો ઉપયોગ ખેર, આંદોલનમાં ભળનારાઓને હં ુ એમ પણ સમજાવતો રહે તો કે આમાં આપણે સત્યાગ્રહીની ભૂમિકામાં કામ કરવાનું છે. સત્યાગ્રહમાં એક નિહિતાર્થ છે કે સત્યાગ્રહીનું પોતાનું આંતરિક પરિવર્તન થવું જોઈએ. એનો અર્થ એ કે જ ેઓ બીજામાં પરિવર્તન આણવા ઇચ્છતા હોય, એમણે પહે લાં પોતાની જાતમાં પરિવર્તન સાધ્યા પછી જ કોઈ પણ પ્રકારના સત્યાગ્રહની દિશામાં પગલું ભરવું જોઈએ. પરં તુ આ સત્યાગ્રહના શસ્ત્રનો ઉપયોગ જ ેમ ગાંધીજીએ લોકશક્તિ પેદા કરવા માટે કરે લો, તેમ [ જાન્યુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


આપણે પણ આવાં આંદોલનોમાં કરવો પડશે. એમ લાગે છે કે લોકશક્તિ નિર્માણ કરવી હશે, તો લોકોને એવી પ્રતીતિ થવી જોઈશે કે જ ે કેટલીક સમસ્યાઓથી આજ ે અમે ત્રસ્ત છીએ, તેને દૂર કરવા માટે, તેનો ઉકેલ લાવવા માટે કાંઈક કામ થઈ રહ્યું છે. તો જ લોકો એને પોતાની લડત સમજ ે છે અને તેમાં ભળે છે. એ લોકશક્તિને પછી સંગઠિત કરવી પડે છે. સરવાળે મૂળમાં સવાલ એ છે કે આ સમાજના આખાયે તંત્રમાં પરિવર્તન આણવું શી રીતે? જ ેને હં ુ સંપૂર્ણ ક્રાંતિ કહં ુ છુ ,ં તેમાં પદાર્પણ કરવાનો માર્ગ કયો? સંપૂર્ણ ક્રાંતિ માટેની મથામણમાં આવાં લોકઆંદોલનો કેટલો અને કેવો ભાગ ભજવી શકે? આ બધા મુદ્દાની ઝીણવટભરી છણાવટ થતી રહે વી જોઈશે.

આણીને, જરૂર પડ્યે અસહકાર દ્વારા, નાગરિકોનાં વિરોધ-પ્રદર્શનો દ્વારા તથા સવિનય કાનૂનભંગની લડતો દ્વારા દબાણ આણીને એ કાર્ય સાધી શકાશે. પરં તુ લોક-આંદોલનના સંદર્ભમાં એક મુખ્ય મુદ્દો એ પણ છે કે આવું આંદોલન નિરં તર ચાલતું રહે વું જોઈએ. કેમ કે છેવટે તો લોકોનો પોતાનો અભિક્રમ જાગે તે સિવાય બીજી કોઈ રીતે સમાજનું નવ-ઘડતર શક્ય નહીં બને. લોકો પોતાનું જીવન અને પોતાનું ભાવિ પોતાને હાથે ઘડી શકે, લોકો જાતે પોતાનું કામ કરતા થાય. પરં તુ જોવા એમ મળે છે કે આવી લોકશક્તિ ક્યારે ક લોક-આંદોલનના સ્વરૂપમાં દેખા દે છે, અને ત્યારે તે સમાજને અવશ્ય આંદોલિત કરે છે. પરં તુ તે માત્ર તત્કાળ પૂરતું જ. એટલું કરીને એ સમાપ્ત થઈ જાય છે. તેની પ્રક્રિયા નિરં તર ચાલતી નથી. હં ુ જોવા માગું છુ ં એક નિરં તર ક્રાંતિ. માણસમાં જ ે કાંઈ શ્રેષ્ઠ છે, તેમાંથી પ્રેરણા પામીને ક્રાંતિકારી પરિવર્તનો કાયમ થતાં રહે . અને આ માટે લોકશક્તિ માત્ર લોક-આંદોલનના જ સ્વરૂપમાં નહીં, પણ કોઈક ને કોઈક સંગઠનાત્મક સ્વરૂપમાંયે પ્રગટ થવી જોઈએ. ક્રાંતિકારી લોકશક્તિના નિર્માણ માટે આ જરૂરી છે.

ક્રાંતિકાર્યમાં લોક-આંદોલનનું સ્થાન મને એમ લાગે છે કે, રાષ્ટ્રના જીવનમાં કોઈ પણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો હાંસલ કરવાં હશે, તો તે માટે વિવિધ પ્રકારનાં સાધનો વાપરવાં પડશે. દાખલા તરીકે, લોકશિક્ષણ અર્થાત્ સમજાવટ દ્વારા દબાણ આણીને, આમજનતાનાં આંદોલન દ્વારા દબાણ

[‘મારી વિચારયાત્રા’ માંથી સંપાદિત, અનુ. કાન્તિ શાહ]

o

ગાંધીજીનાં સત્યાગ્રહ-સર્વોદય-સ્વરાજ સંબંધિત પુસ્તકોની યાદી અહિં સાનો પહે લો પ્રયોગ _ 50.00 આપણે સૌ એક પિતાનાં સંતાન _30.00 સત્યના પ્રયોગો અથવા આત્મકથા (કાચું પૂંઠુ)ં _80.00 સત્યના પ્રયોગો અથવા આત્મકથા (ડિલક્સ) _250.00 એક સત્યવીરની કથા અથવા સાૅક્રેટિસનો બચાવ _15.00 ગ્રામસ્વરાજ _100.00 ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા _50.00 ગાંધીજીનું જીવન એમના જ શબ્દોમાં _20.00 ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ _15.00

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ _100.00 મારા સ્વપ્નનું ભારત _80.00 મંગળપ્રભાત _15.00 રચનાત્મક કાર્યક્રમ _15.00 લોકશાહી—સાચી અને ભ્રામક _15.00 સર્વોદય _15.00 સર્વોદય દર્શન _40.00 હિં દ સ્વરાજ _35.00 હિં દ સ્વરાજ – હસ્તાક્ષર (હાથકાગળ) _2000.00 હિં દ સ્વરાજ – હસ્તાક્ષર (મૅપલીથો) _600.00 19


સત્તાનો પાયો અને શારીરિક હિંસા૧ ટૉલ્સ્ટૉય

સદાચારના

સિદ્ધાંતની1 અસરથી માણસની વાસનાઓમાં પરિવર્તન થાય છે, તેથી તે પોતાનું કર્તવ્ય સ્વેચ્છાએ પાળે છે, જ ે શ્રેય છે તેને જ પ્રેયરૂપ માને છે. જ ે માણસ સદાચારના સિદ્ધાંતની અસરને વશ થાય છે તેને સદાચારના નિયમોને અનુસરીને ચાલવામાં મજા પડે છે. બીજી બાજુ સત્તા — તેના રૂઢ અર્થમાં — એ બળજબરીનું એક સાધન છે, અને તેના વડે માણસને તેની ઇચ્છાથી ઊલટી રીતે વર્તવાની ફરજ પાડી શકાય છે. જ ે માણસ સત્તાને વશ થાય છે તે મનમાં આવે તેમ વર્તતો નથી, ને જોરજુ લમની આગળ શિર ઝુકાવે છે. માણસને જ ે કામનો અણગમો હોય તે તેની પાસે પરાણે કરાવવા માટે શારીરિક હિં સાની ધમકી આપવી જોઈએ, અથવા હિં સા વાપરવી જોઈએ — તેની સ્વતંત્રતા છીનવી લેવી જોઈએ, તેને ફટકા મારવા જોઈએ, તેનાં અંગ છેદવાં જોઈએ, અથવા તો તેને આ સજાઓની ધમકી આપવી જોઈએ. સત્તાનું આવું સ્વરૂપ પૂર્વે હતું ને આજ ે પણ છે. આ હકીકતો છુ પાવવાને અને સત્તાનો અર્થ આથી જુ દો છે એમ બતાવવાને, રાજ્યકર્તાઓ તરફથી તનતોડ ને અવિરત પ્રયાસો થાય છે. છતાં સત્તાનો અર્થ આટલો જ છે — માણસને જ ેના વડે બાંધીને ઘસડવામાં આવે છે તે દોરડુ ં ને સાંકળ; જ ેના વડે તેને ફટકારવામાં આવે છે તે ચાબખો; જ ેના વડે તેનાં હાથપગ, નાક, કાન ને માથું કાપી નાખવામાં આવે છે તે છરો કે કુ હાડી; સત્તા એટલે આ બધાં કામો અથવા તેની ધમકી. એ પ્રથા નિરો ને ચંગીઝખાનના સમયમાં ચાલુ હતી, અને ફ્રાન્સ ને અમેરિકાનાં પ્રજાસત્તાક રાજ્યો જ ેવી અતિશય ઉદારતાવાળી સરકારોમાં હજુ પણ ચાલુ છે. માણસો સત્તાને તાબે થાય છે તેનું કારણ એટલું જ છે કે તેમને બીક હોય છે કે જો આપણે સામે થઈશું તો આપણા પર ત્રાસ ગુજરશે. કરનાં ભરણાં અને સાર્વજનિક કર્તવ્યોના 1. મૂળ શીર્ષક ઃ આજનો જમાનો.

20

પાલન જ ેવા રાજ્યના તમામ લાગાઓ, દેશનિકાલ, દંડ વગેરેની સજાઓ — જ ેને માણસ સ્વેચ્છાએ તાબે થતો દેખાય છે — તેનો અમલ હં મેશાં શારીરિક સજાની ધમકી આપીને અથવા તેવી સજા ખરે ખાત કરીને કરવામાં આવે છે. શારીરિક હિં સા એ સત્તાનો મૂળ પાયો છે. રાજ્યની સત્તા જ ેટલી જૂ ની થતી જાય છે તેટલા પ્રમાણમાં તેનું સામર્થ્ય વધતું જાય છે. તેમ તેમ રાજ્યની સત્તા, ભલે આંતરિક હિં સાને નાબૂદ કરતી હોય, પણ જીવનમાં બીજા અને નવા પ્રકારની હિં સા દાખલ કરે છે, ને તે હિં સાની ઉગ્રતા ઉત્તરોત્તર વધતી જાય છે. સમાજની અંગભૂત વ્યક્તિઓ એકબીજા સામે જ ે હિં સા કરે છે તેના કરતાં રાજ્યસત્તાની હિં સા ઓછી દેખીતી ને ઓછી ચોંકાવનારી હોય છે એ ખરું ; અને એ હિં સાનું મુખ્ય પ્રગટ રૂપ તે કલહ નથી પણ જુ લમ છે એ પણ સાચું; છતાં તે હિં સા મોટામાં મોટા પ્રમાણમાં હસ્તી ધરાવે છે એ વિશે કશો જ સંદેહ નથી. એથી ઊલટુ ં હોઈ શકે પણ નહીં, કેમ કે હાથમાં સત્તા આવવાથી માણસો બગડે છે, એટલું જ નહીં પણ રાજ્યકર્તાઓ પોતાની રૈ યતને વધારે માં વધારે નબળી બનાવી મૂકવા હં મેશાં મહે નત કરે છે — કેમ કે રૈ યત જ ેટલી નબળી તેટલી તેને તાબે રાખવાની મહે નત ઓછી. તેથી પીડિત પ્રજાની સામે વપરાયેલી હિં સાને તેની પરાકાષ્ઠાએ પહોંચાડવામાં આવે છે; સોનાનાં ઈંડાં મૂકનારી મરઘીને જાનથી મારવાનું બાકી રાખવામાં આવે છે એટલું જ. પણ અમેરિકાના રે ડ ઇન્ડિયનો, ફીજી દ્વીપવાસીઓ કે હબસીઓની પેઠ ે જો એ મરઘી ઈંડાં મૂકતી બંધ થઈ ગઈ હોય તો તેને મારી નાખવામાં આવે છે; એ ક્રિયાની સામે પરગજુ લોકો સાચી લાગણીથી ગમે તેટલા વિરોધો કે ધમપછાડા કરે તેની કશી પરવા કરવામાં આવતી નથી. [ જાન્યુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


આ કથનની સૌથી સચોટ સાબિતી અત્યારે મજૂ રવર્ગની સ્થિતિમાંથી મળી રહે છે. એ લોકો ખરે ખાત જિતાયેલા ને પરાધીન માણસો છે. એમની સ્થિતિ હળવી બનાવવાના પ્રયત્નો કરવાનો ગમે તેટલો ડોળ ઉપલા વર્ગો કરતા હોય, છતાં જગતના તમામ મજૂ રો પર જરાયે ચસે નહીં એવું જબરદસ્ત જુ લમી શાસન ચાલે છે. એ શાસન કહે છે કે તેમની કાયા માંડ ટકી રહે એટલી જ મજૂ રી તેમને અપાય, જ ેથી તેમને ગરજના માર્યા સારું ખાધા વિના વૈતરું કરવું પડે; અને એ વૈતરાનાં ફળ તેમના માલિકો, બીજા શબ્દમાં કહીએ તો તેમના વિજ ેતાઓ ભોગવશે. હં મેશાં એમ બનતું આવ્યું છે કે સત્તા લાંબો વખત ચાલુ રહ્યા ને વધ્યા પછી, તેને તાબે થયેલા લોકોને મળવા ઘટતા લાભ મળતા નથી, પણ ઊલટા તેમને થતા ગેરલાભ વધતા જાય છે. પણ હજુ હમણાં સુધી એ લોકોને આ વાતની ખબર ન હતી, ને તેઓ તો મોટે ભાગે ભોળપણમાં માનતા કે સરકારો તેમના લાભને માટે ને તેમને વિનાશમાંથી બચાવવા માટે રચાયેલી છે. માણસો સરકારો વિના રહી શકે એ વિચાર સેવવામાં પાર વિનાનો અધર્મ રહે લો છે; અને એ વિચારમાંથી તો અરાજકતા જ પેદા થાય ને પારાવાર દુ:ખો નીપજ ે. અત્યાર લગી સર્વ રાષ્ટ્રોએ વિકાસ પામતાં પામતાં સરકારનું રૂપ ધારણ કર્યું છે, એટલા માટે માનવજાતિનો વિકાસ સદાકાળ એ જ રસ્તે થઈ શકશે, બીજ ે રસ્તે નહીં — આ વિચાર લોકો ધરાવતા હતા; અને એ વિચાર પર તેઓને અઢળક આસ્થા હતી. અને એ પ્રમાણે સેંકડો જ નહીં પણ હજારો વરસથી ચાલતું આવ્યું છે; અને સરકારોએ એટલે કે, તેમના પ્રતિનિધિઓએ, લોકોમાં આ ભ્રમ ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો છે ને હજુ કરે છે. લોકો માને છે કે સરકારો બીજાં રાષ્ટ્રો સામે બચાવ કરવાના સાધન તરીકે લશ્કરો વધારે છે; તેઓ ભૂલી જાય છે કે સરકારને લશ્કરની જરૂર પડે છે તે મુખ્યત્વે પોતાની ગુલામ બનાવેલી રૈ યતની

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

પીડિત પ્રજાની સામે વપરાયેલી હિંસાને તેની પરાકાષ્ઠાએ પહોંચાડવામાં આવે છે; સોનાનાં ઈંડાં મૂકનારી મરઘીને જાનથી મારવાનું બાકી રાખવામાં આવે છે એટલું જ. પણ અમેરિકાના રેડ ઇન્ડિયનો, ફીજી દ્વીપવાસીઓ કે હબસીઓની પેઠે જો એ મરઘી ઈંડાં મૂકતી બંધ થઈ ગઈ હોય તો તેને મારી નાખવામાં આવે છે

સામે ખુદ પોતાનું રક્ષણ કરવા માટે. આ જરૂર હં મેશાં પડેલી છે, અને કેળવણી ફે લાતી ગઈ ને જુ દી જુ દી પ્રજાઓ વચ્ચે વહે વાર વધતો ગયો તેમ એ જરૂર પણ વધતી ગઈ છે; અને અત્યારે , સામ્યવાદી, સમાજવાદી, અરાજકતાવાદી ને મજૂ રોની હિલચાલો ચાલી રહી છે એટલા માટે, એ જરૂર અગાઉના કરતાં ઘણી વધી ગઈ છે ને ઘણી વધારે તાત્કાલિક થઈ પડી છે. સરકારો આ વાત સમજ ે છે, અને પોતાના બચાવનું મુખ્ય સાધન જ ે લશ્કર તેમાં ઉમેરો કરે છે. મજૂ રની પાસે જમીન નથી, દરે ક માણસને જન્મસિદ્ધ હક છે તે — એટલે કે, જમીનમાંથી પોતાને અને પોતાના કુ ટુબ ં ને માટે આજીવિકાનું સાધન પ્રાપ્ત કરવાનો હક — ભોગવવાની છૂટ તેને નથી, તેનું કારણ એ નથી કે લોકો તેનો વિરોધ કરે છે; તેનું કારણ તો એ છે કે આ હક મજૂ રોને આપવાનો કે તેમની પાસેથી છીનવી લેવાનો અધિકાર અમુક વ્યક્તિઓને — એટલે કે, જમીનદારોને — અપાયેલો હોય છે. અને આ અકુ દરતી વ્યવસ્થા લશ્કરને જોરે ટકાવી રાખવામાં આવે છે. મજૂ રોએ રળેલી ને બચાવેલી અઢળક ધનસંપત્તિને સાર્વજનિક મિલકત ન ગણતાં અમુક મુઠ્ઠીભર માણસોના ઉપભોગની વસ્તુ ગણવામાં આવે છે; અમુક માણસોને મજૂ રો પાસેથી કર ઉઘરાવવાની સત્તા અને એ પૈસાનો મનમાન્યો ઉપયોગ કરવાનો હક આપવામાં આવેલો છે; મજૂ રોની હડતાળોને 21


દબાવી દેવામાં આવે છે, ને મૂડીવાળાઓનાં સંગઠનોને ઉત્તેજન આપવામાં આવે છે; અમુક માણસોને ધર્મના ને સાહિત્યના શિક્ષણની બાબતમાં અને બાળકેળવણીના વિષયમાં પસંદગી કરવાની છૂટ અપાયેલી છે; અમુક બીજાઓને માણસમાત્રને માનવા પડે એવા કાયદા ઘડવાનો હક અપાયેલો છે, અને તેઓ માણસોનાં જાનમાલ પર પ્રભુત્વ ભોગવે છે — એ બધાંનું કારણ એ નથી કે લોકો એ પ્રમાણે ઇચ્છે છે કે એ બધું નૈસર્ગિક ક્રમે એ પ્રમાણે બનવા પામ્યું છે. એનું કારણ તો એ છે કે સરકારો પોતાના તથા રાજ્યકર્તા વર્ગોના લાભને ખાતર એવી વ્યવસ્થા કરવા ઇચ્છે છે; અને આ બધું શારીરિક હિં સાની મદદ વડે કરવામાં આવે છ.ે દરે ક માણસને જો આ વાતની ખબર નહીં હોય, તો જ્યારે ચાલુ વ્યવસ્થા બદલવાના પ્રયાસો થશે ત્યારે તેને ખબર પડી રહે શે. તેથી સર્વ સરકારો અને રાજ્યકર્તા વર્ગોને સૌથી વધારે જરૂર લશ્કરની રહે છે. તેનો હે તુ જ ે જીવનવ્યવસ્થા ટકાવી રાખવાનો હોય છે તે વ્યવસ્થા લોકોની જરૂરિયાતો જોઈને નથી રચવામાં આવી, એટલું જ નહીં પણ ઘણી વાર તેમને હાનિકારક હોય છે, અને તેમાંથી લાભ તો ફક્ત સરકારને અને રાજ્યકર્તા વર્ગોને જ મળે છે. … આપણને કહે વામાં આવે છે કે રાજ્ય આવશ્યક છે તેનાં આટલાં કારણો છે : પહે લું એ કે જો રાજ્ય ન હોય તો હિં સા અને દુર્જનોના હુમલામાંથી કોઈ સુરક્ષિત ન રહે ; બીજુ ં એ કે રાજ્ય વિના આપણે જંગલી રહી જઈએ, અને આપણી પાસે ધર્મ, નીતિ, કેળવણી, શિક્ષણ, વેપાર, અવરજવરનાં સાધનો એમાંનું કશું, અથવા બીજી કોઈ પણ સામાજિક સંસ્થા ન હોય; અને ત્રીજુ ં એ કે રાજ્ય ન હોય તો પડોશની પ્રજાઓ આપણા પર ચડાઈ કરે એ દહે શત હં મેશાં રહે . આપણને કહે વામાં આવે છે કે, “જો રાજ્ય ન હોત તો આપણે સ્વદેશમાં વસતા દુર્જનોનાં હિં સા અને હુમલાના ભોગ થઈ પડત.” પણ જ ેમનાં હિં સા અને હુમલાઓમાંથી આપણને સરકાર અને લશ્કર બચાવે છે તે આ દુર્જનો કોણ 22

સરકારો અને રાજ્યકર્તા વર્ગોને સૌથી વધારે જરૂર લશ્કરની રહે છે. તેનો હેતુ જે જીવનવ્યવસ્થા ટકાવી રાખવાનો હોય છે તે વ્યવસ્થા લોકોની જરૂરિયાતો જોઈને નથી રચવામાં આવી, એટલું જ નહીં પણ ઘણી વાર તેમને હાનિકારક હોય છે, અને તેમાંથી લાભ તો ફક્ત સરકારને અને રાજ્યકર્તા વર્ગોને જ મળે છે

છે? ત્રણ કે ચાર સૈકા પર, જ્યારે માણસો પોતાનાં યુદ્ધકળા ને બાહુબળ માટે ગર્વ ધરાવતા, જ્યારે માણસ પોતાના માનવબંધુઓને મારીને પોતાનું શૂરાતન સિદ્ધ કરતો ત્યારે , કદાચ આવા દુર્જનો હસ્તીમાં હશે. તોપણ એવા કોઈ અત્યારે આપણને દેખાતા નથી. આપણા જમાનાના માણસો હથિયારો વાપરતા નથી તેમ ફે રવતા નથી; અને પડોશીઓ પ્રત્યે હે ત અને દયા રાખવાની શાસ્ત્રાજ્ઞા પર આસ્થા રાખીને તેઓ આપણા પોતાના જ ેટલા જ શાંતિ માટે ને શાંત જીવન માટે તલસે છે. તેથી જ ે ડાકુ ઓના આ અસાધારણ વર્ગની સામે આપણે રાજ્યનું રક્ષણ ખોળીએ છીએ તે વર્ગ જ હવે હસ્તી ધરાવતો નથી. ખરું જોતાં તો આજકાલ એથી ઊલટી જ વાત કહી શકાય, કેમ કે જુ નવાણી ને નિર્દય સજાની રીતો, તેમનાં કેદખાનાં, શૂળીઓ ને વધસ્તંભોને લીધે સરકારોની પ્રવૃત્તિ નીતિની અત્યારે પ્રવર્તતી સામાન્ય કક્ષાથી ઘણી હે ઠી ઊતરે લી હોઈ, તેનાથી માણસોનું નીતિનું ધોરણ ઊંચું ચડવાને બદલે નીચું ઊતરવાની વકી રહે છે, અને તેથી એને લીધે ગુનેગારોની સંખ્યા ઘટવાને બદલે વધવાનો સંભવ રહે છે. એમ કહે વામાં આવે છે કે “રાજ્ય વિના કેળવણી, નીતિ, ધર્મ, આંતરરાષ્ટ્રીય વહે વાર એ કશાને લગતી એક પણ સંસ્થા હસ્તીમાં ન હોત; અવરજવરનાં ને માલ લઈ જવા લાવવાનાં સાધનો પણ ન હોત. રાજ્ય ન હોત તો આપણને સહુને જરૂરી એવાં તંત્રો વિના આપણે ચલાવવું પડત.” [ જાન્યુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


આ જાતની દલીલ સૈકાઓ પહે લાં જ પાયાદાર ગણી શકાત. દુનિયામાં દેશ દેશ વચ્ચે એટલો ઓછો વહે વાર ને એટલાં ઓછાં અવરજવરનાં સાધનો હતાં, અથવા તેઓ વિચારોની ચર્ચા કે આપલે કરવાને એટલા ઓછા ટેવાયેલા હતા કે રાજ્યની મદદ વિના વેપાર, ઉદ્યોગ, આર્થિક વહે વાર જ ેવી સહુના હિતને લગતી બાબતોમાં સહમત થઈ શકતા નહોતા—એવો સમય ક્યારે ય પણ હશે તોયે અત્યારે તો એવી સ્થિતિ નથી. બહોળો ફે લાવો પામેલાં અવરજવરનાં, લેવડદેવડનાં ને વિચારવિનિમયનાં સાધનોએ આ પરિણામ નિપજાવ્યું છે કે જ્યારે સમાજો, સંમેલનો, સંસ્થાઓ, પરિષદો, વૈજ્ઞાનિક, આર્થિક કે રાજકીય સભાસમિતિઓ સ્થાપવાની માણસને ઇચ્છા થાય ત્યારે તે સરકારોની મદદ વિના સહે જ ે ચલાવી શકે છે, એટલું જ નહીં પણ મોટા ભાગના દાખલામાં સરકારો એવા ઉદ્દેશોની સિદ્ધિમાં સહાયક કરતાં વિઘ્નકર્તા જ વધારે નીવડે છે. ગયા સૈકાના અંત પછી માનવજાતિએ ઉપાડેલી લગભગ દરે ક પ્રગતિશીલ હિલચાલ પર સરકારે ટાઢું પાણી રે ડ્યું છે, એટલું જ નહીં પણ તેમાં અચૂક આડખીલીઓ નાખી છે. શારીરિક સજા, યાતના અને ગુલામીની પ્રથાઓ નાબૂદ કરવાના પ્રયત્નો એ આ જાતનો દાખલો છે. વર્તમાનપત્રોની સ્વતંત્રતા અને સભાઓ ભરવાની છૂટ મેળવવાના પ્રયત્નો એ બીજો દાખલો છે. વળી રાજ્યની સત્તાઓ અને સરકારો આજકાલ એમાં સહકાર ન આપીને અટકાતી નથી; માણસો જ ે પ્રવૃત્તિ વડે જીવનના નવા પ્રકારો રચવા મથે છે તે પ્રવૃત્તિમાં તેઓ સીધી રીતે અંતરાયો નાખે છે. મજૂ રી ને જમીનના પ્રશ્નોના, રાજકીય અને ધાર્મિક સવાલોના ઉકેલને સરકારી સત્તા ઉત્જ તે ન તો નથી જ આપતી, પણ ઊલટી છડેચોક તેનો વિરોધ કરે છે. “રાજ્ય અને સરકારની સત્તા ન હોત તો રાષ્ટ્રોને તેમના પડોશીઓ જીતીને તાબે કરી લેત.” આ છેલ્લી દલીલનો જવાબ આપવા જ ેવો છે.

આપણને કહેવામાં આવે છે કે પડોશી રાજ્યો કદાચ આપણને જીતીને તાબે કરે તેની સામે આપણા બચાવને સારુ સરકાર અને તેનું લશ્કર જરૂરનાં છે. પણ બધી સરકારો એકબીજાને વિશે એ જ વાત કહે છે; અને છતાં આપણે જાણીએ છીએ કે યુરોપનું દરેક રાષ્ટ્ર સ્વતંત્રતા ને ભ્રાતૃત્વના એકસરખા સિદ્ધાંતો માનવાનો દાવો કરે છે

એ પોતે જ પોતાનો રદિયો આપી દે છે. આપણને કહે વામાં આવે છે કે પડોશી રાજ્યો કદાચ આપણને જીતીને તાબે કરે તેની સામે આપણા બચાવને સારુ સરકાર અને તેનું લશ્કર જરૂરનાં છે. પણ બધી સરકારો એકબીજાને વિશે એ જ વાત કહે છે; અને છતાં આપણે જાણીએ છીએ કે યુરોપનું દરે ક રાષ્ટ્ર સ્વતંત્રતા ને ભ્રાતૃત્વના એકસરખા સિદ્ધાંતો માનવાનો દાવો કરે છે, અને તેથી કોઈ પણ રાષ્ટ્રને તેના પડોશીની સામે પોતાનો બચાવ કરવાની જરૂર પડવાની નથી. પણ જંગલી લોકો સામે બચાવ કરવો પડે એમ જો કહે વામાં આવે, તો અત્યારે શસ્ત્રસજ્જ છે તેટલા લશ્કરનો સોમો ભાગ એ કામને માટે પૂરતો છે. શસ્ત્રસજ્જ સૈન્યનો વધારો આપણને આપણા પડોશીઓના આક્રમણના ભયમાંથી બચાવી નથી શકતો, એટલું જ નહીં પણ જ ે આક્રમણને તે વખોડે છે તે આક્રમણ કરવાને માટે તે ઊલટી પેલા રાષ્ટ્રને ઉશ્કેરણી કરી આપે છે. તેથી જ ે રાજ્યને નામે માણસને તેની શાંતિ, તેની સલામતી ને તેની જિંદગીનો ભોગ આપવાનું કહે વામાં આવે છે તે રાજ્યનું સ્વરૂપ ને તેનો અર્થ કેવાં છે એનો વિચાર કરી જોનાર કોઈ પણ માણસને એમ માન્યા વિના છૂટકો જ ન થાય કે એવા ભોગ આપવા માટે કશું જ વાજબી કારણ હવે રહ્યું નથી. … (‘ચૂપ નહીં રહે વાય’માંથી સંપાદિત) o

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

23


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં

ચંદુલાલ ભગુભાઈ દલાલ

આ ગાળાની સૌથી અગત્યની ઘટના રમખાણ તપાસ કમિટી સમક્ષ ગાંધીજીએ આપેલી જુ બાની છે. રૉલેટ ઍક્ટના વિરોધનાં પંજાબ અને અમદાવાદમાં થયેલાં તોફાનો અંગે ગાંધીજીએ જુ બાની આપવાનું સ્વીકાર્યું અને તેમણે વર્ષના આરં ભમાં થયેલાં તોફાનો અંગે કમિટીના અનેક પ્રશ્નોના જવાબ આપ્યા. આ રિપોર્ટ દસ્તાવેજ રૂપે આજ ે મોજૂ દ છે. આ દસ્તાવેજમાં ગાંધીજીને પુછાયેલા સવાલોમાં જાણે-અજાણે અહિં સાનું શાસ્ત્ર આલેખિત થયું છે. આ ઉપરાંત, અંગ્રેજ સરકારે રૉલેટ ઍક્ટ લાવીને હિં દુસ્તાનીઓ સાથે કરે લા અન્યાયની કહાની પણ તેમણે જુ બાનીમાં રજૂ કરી દીધી છે. ે ા પ્રશ્નોના ઉત્તર ગાંધીજીએ આપ્યા છે, તે રસપ્રદ છે. સભ્યોમાંથી પંડિત જગન્નારાયણ દ્વારા પુછાયેલા એક કમિટીના સભ્યોએ પૂછલ પ્રશ્નના ઉત્તરમાં ગાંધીજી જણાવે છે : “જ ે દેશો સૌથી વધારે લોકશાહી રીતે વર્તે છે ત્યાં પણ મેં એવા પ્રધાનો વિશે જાણ્યું છે જ ેમણે કોઈ ને કોઈ રીતે પોતાની સ્થિતિ એવી બનાવી મૂકી હોય છે કે તેમને કાઢી શકાય નહીં. એવું બને ત્યારે લઘુમતી પક્ષ પ્રતિષ્ઠિત હોય તોપણ એ બિચારો શું કરી શકે? એ લઘુમતી મક્કમ રીતે સવિનય પ્રતિકાર કરીને મોટામાં મોટા મિનિસ્ટરને પણ ઉખેડી નાખી શકે છે, અને હિં દુસ્તાનમાં પણ આવી સ્થિતિ આવવાની એમ હં ુ કલ્પી શકું છુ .ં ” જાન્યુઆરીનો મહદંશે હિસ્સો જુ બાનીમાં રોકાય છે. તદ્ઉપરાંત આ માસમાં બીજી સૌથી અગત્યની બાબત ‘દક્ષિણ આફ્રિકાના હિં દીઓ વિશે અખબારોને પત્ર’ છે, જ ેમાં ગાંધીજી અહીંયાંથી દક્ષિણ આફ્રિકાના હિં દીઓ સારુ અપીલ કરે છે. આ પત્રમાં ગાંધીજી હિં દીઓને વેપાર કરવા અર્થે થઈ રહે લા ભેદભાવનું ચિત્ર રજૂ કરે છે. રાજકીય ગતિવિધિઓ સાથે પોતાનું અંગત જીવન પણ છે. તેમાં સૌથી અગત્યનો ભાગ પત્રો લખવાનો છે. ડેનિશ મિશનરી કર્મચારીમંડળની સભ્ય એસ્થર ફે રિંગને લખેલા એક પત્રમાં તેઓ લખે છે : “ઈશ્વરે આપણને આ શરીર એક ઓજાર તરીકે એટલા માટે આપ્યું છે કે આપણે એનો ઉપયોગ એની સેવામાં કુ શળતાપૂર્વક કરી શકીએ. આ શરીર લાડ લડાવવા માટે નથી, કે સુખશય્યામાં સૂઈ રહે વા માટે નથી તેમ જ બેદરકાર રહી દૂષિત કરવા કે બગાડવા માટે પણ એ નથી. આ ઉપદેશ ત્રાસદાયક છે, પણ એ જ ખૂબ જરૂરી છે.”

૧૯૨૦-જાન્યુઆરી

૧ અમૃતસર : કૉંગ્રેસની બેઠકમાં, સને ૧૯૧૯ના સુધારા સ્વીકારવા આગ્રહ કર્યો અને સ્વરાજને લગતા ઠરાવને ટેકો આપ્યો. ૨ જલંધર. ૩ રસ્તામાં. ૪ અમદાવાદ : કોર્ટના તિરસ્કારના મુકદ્દમા અંગે હાઈકોર્ટના રજિસ્ટ્રારને મુદત માટે પત્ર લખ્યો. ૫ અમદાવાદ : હં ટર કમિટીને નિવેદન મોકલ્યું, અને એની સમક્ષ જુ બાની આપવા તત્પરતા બતાવતો પત્ર લખ્યો. બ્રિટિશ ગીઆનાવાળું પ્રતિનિધિ મંડળ મળવા આવ્યું. ૬થી ૮ અમદાવાદ. ૯ અમદાવાદ : હં ટર કમિટી સમક્ષ જુ બાની આપી, સ્થળ હઠીભાઈની વાડી. ૧૦ અમદાવાદ : બ્રિટિશ ગીઆનાવાળા પ્રતિનિધિ મંડળના બે સભ્યો સાથે ચર્ચા.  હં ટર કમિટીને શેઠ મંગળદાસ તરફથી આપવામાં આવેલી પાર્ટીમાં હાજર. ૧૧ અમદાવાદ : હં ટર કમિટીના સભ્યોને સાબરમતી આશ્રમની મુલાકાતે નોતર્યા.

24

૧૨ અમદાવાદ : એ મુજબ એ લોકોએ મુલાકાત લીધી ત્યારે હાજર.  સ્થાનિક આર્ય સમાજના વાર્ષિક મહોત્સવ સપ્તાહ અંગે દશા નાગરની વાડીમાં બપોરે ભાષણ. ૧૩થી ૧૫ અમદાવાદ. ૧૬થી ૧૭ દિલ્હી. ૧૮ દિલ્હી : મૌલાના અબુલકલામ આઝાદ સાથે મુલાકાત.1 ૧૯ દિલ્હી : ખિલાફત પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે વાઇસરૉયને મળ્યા. ૨૦ અલાહબાદ : પંડિત મોતીલાલ નેહરુને મળ્યા. ૨૧ કાનપુર : અલીભાઈઓ સાથે મુલાકાત.  સ્વદેશી ભંડાર ખુલ્લો મૂક્યો. ૨૨ મીરત : સત્કાર, સરઘસ, માનપત્રો, જાહે ર સભા.  સ્ત્રીઓની સભા.  મુઝફરનગર : જાહે ર સભા.  થી નીકળ્યા. ૨૩થી ૨૭ લાહોર. ૨૮ [લાહોર]. ૨૯થી ૩૧ લાહોર. 1. આ એમની પહે લી મુલાકાત હતી.

[ જાન્યુઆરી ૨૦૨૦ ] नवजीवन નો અક્ષરદેહ


મહાત્મા ગાંધી કીર્તિમંદિર

નાનજી કાલિદાસ મહે તા

પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન — કીર્તિમંદિર — ની જાળવણી અને તેને મેમોરિઅલ તરીકે નિર્માણ કરવાનું શ્રેય નાનજી કાલિદાસ મહે તાને જાય છે. ગાંધીજીની હયાતીમાં તેમને આ વિચાર આવ્યો અને ૧૯૫૦ના અરસામાં તેને સાકાર કર્યો. નાનજી કાલિદાસ મહે તાની ઓળખ ઉદ્યોગસાહસિક તરીકેની, પણ તેમની સખાવતથી નિર્માણ પામેલી સંસ્થાઓ આજ ે પણ ભારતમાં અને પૂર્વ આફ્રિકી દેશોમાં કાર્યરત છે. વેપાર સાથે શિક્ષણ ક્ષેત્રે કરે લું તેમનું કાર્ય અદ્વિતીય છે, જ ેનો લાભ યુગાન્ડા-કેન્યાનાં બાળકોને મળી રહ્યો છે. પૂર્વ આફ્રિકામાં ઓગણસમી સદીના આરં ભે તેમણે વિસ્તારે લા ઉદ્યોગની ઘટના અપૂર્વ છે. તે કાળે ત્યાં સંજોગ-સ્થિતિ વિકટ હતાં અને તેમાંથી નાનજીભાઈ માર્ગ કાઢતા રહ્યા. આ સાહસિક જીવનને જ્યારે પોતાની કલમે શબ્દબદ્ધ કરવાનું નાનજીભાઈને કહે વામાં આવ્યું ત્યારે તેમનો ઉત્તર હતો : “જગત આવ્યું ને જાય છે. જ ે ધણીને ઘેરથી આવ્યા, ત્યાં જવાનું છે. એમાં જ સમાઈ જવાની વૃત્તિ રાખવી.” આમ કશુંય ન લખવાની વૃત્તિ ધરાવનારા નાનજીભાઈએ મિત્રો-સંબંધીઓના આગ્રહથી ‘મારી અનુભવકથા’ નામે આત્મકથા લખી છે, તેમાં વિસ્તારથી કીર્તિમંદિરના નિર્માણકાર્ય વિશે લખ્યું છે. ગાંધીજીના નિર્વાણદિન બાદ આરં ભાયેલા આ કાર્યની વિગત નાનજીભાઈએ વિગતે આત્મકથામાં આલેખી છે. ગાંધીનિર્વાણ માસમાં કીર્તિમંદિરના નિર્માણની વાત અહીં પ્રસ્તુત છે. એટલું નોંધવું રહ્યું કે આ કાર્યમાં તેમની સાથે પોરબંદર રાજ્યના તત્કાલીન મહારાજા નટવરસિંઘ ભાવસિંઘ પણ હતા.

પૂ. બાપુનાં પ્રથમ દર્શન સને ૧૯૧૫માં મને થયેલાં;

એવું સ્મરણ છે. મુંબઈમાં લૉર્ડ સિંહાના પ્રમુખપદે કૉંગ્રેસ મળી હતી. તે વખતનો પૂ. બાપુનો પોશાકધોતિયું, અંગરખું, ખેસ, પાઘડી, હાથમાં લાકડી, એવો અસલ કાઠિયાવાડી પહે રવેશ હતો. સને ૧૯૨૦૨૧માં કલકત્તા કૉંગ્રેસ તથા શાંતિનિકેતનમાં, સને ૧૯૨૨માં, અમદાવાદ કૉંગ્રેસ અને સાબરમતીમાં દર્શન કરે લાં. તેઓશ્રીના સહવાસનો લાંબા સમયનો લાભ મળ્યો ન હતો. આફ્રિકામાં સ્વરાજની લડતના સમાચાર હં ુ વાંચ્યા કરતો, અવારનવાર ફાળામાં મદદ કરતો. સને ૧૯૩૫માં હં ુ દેશમાં આવેલો. ત્યારે પૂ.  બાપુને મળવા સેવાગ્રામ ગયો હતો. મારાં ધર્મપત્ની પણ સાથે હતાં. અમે શેઠ શ્રી જમનાલાલજીને ઘેર ઊતરે લાં. તે વખતે પૂ. વિજયાલક્ષ્મી પંડિત પણ ત્યાં હતાં. અમે પૂ. બાપુનાં દર્શન કરવા સેવાગ્રામ ગયાં. બાપુજી ફરવા નીકળતા ત્યારે સામાન્ય મુલાકાતો થતી. અમે મળવા ગયાં, તે દિવસે બાપુને મૌન હતું. પ્રણામ કરી બેઠાં. બાપુએ ચિઠ્ઠીમાં લખ્યું, ‘રોકાશો ને?’ મેં ‘હા’ પાડી नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

કહ્યું : ‘અમે આપનાં દર્શને આવ્યાં છીએ.’ બાપુ હસ્યા. રોજ સાંજ ે પ્રાર્થના થતી. એમાં અમે જતાં. મારાં પત્ની રસોડામાં બાને મદદ કરતાં. અમારા એ, દિવસો જીવનમાં યાદગાર બન્યા. ત્યાર બાદ, મારે દક્ષિણ આફ્રિકા જવાનું થયું. ત્યારે ત્યાં લૉર્ડ હૉફમેયરની મુલાકાત મને થયેલી. તેઓ સેટલમેન્ટ માટે હિં દ આવેલા. ત્યારે ના. મહારાણા સાહે બના આગ્રહથી પોરબંદરમાં પૂ. બાપુનું જન્મસ્થાન જોઈ, તેમને હર્ષ અને શોક બંને થયાં. જગતના એક અવતારી પુરુષની જન્મભૂમિ જોઈને આનંદ થયો; પણ અંધારો ઓરડો, અંધારી ગલી અને આસપાસની દુર્ગંધ જોઈને તેમને પારાવાર દુઃખ થયું, તેમણે કહ્યું : “તમને આ મહાપુરુષની મહત્તાની કિંમત નથી. બીજો કોઈ દેશ હોય, તો અહીં કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા હોય; તમારા દેશને એમણે શું આપ્યું છે અને શું આપી રહ્યા છે, તેની કિંમત નથી. આ સ્થળે સુંદર ચિરં જીવ સ્મારક થવું જોઈએ.” આ સાંભળી મારા મનમાં બહુ લાગી આવ્યું. આ પહે લાં પણ મારા મનમાં જન્મસ્થાને સ્મારક કરવાના મનોરથ ઊંડે ઊંડે ઊઠતા હતા. આ વિચારથી તેને બળ મળ્યું. મેં મનમાં 25


નિશ્ચય કર્યો કે બાપુજી રજા આપે, તો સ્મારક કરવું. ફરીથી હં ુ સેવાગ્રામ ગયો. ત્યારે પૂ. બાપુને વાત કરી : “હં ુ દક્ષિણ આફ્રિકા જઈ આવ્યો. ત્યાં આપનો ફિનિક્સ આશ્રમ જોયો. લૉર્ડ હૉફમેયરની મુલાકાત થઈ; તેમણે આપને સલામ કહે વરાવ્યા છે. તેઓ પોરબંદર પધારે લા ત્યારે , ‘આપના જન્મસ્થાને કંઈક સ્મારક થવાની જરૂર છે’ એમ કહે લું. ત્યાં ગંદકી પણ બહુ રહે છે. એ મકાનો મળે, તો અમે કંઈક કરીએ.” પૂ. બાપુએ એટલું કહ્યું કે, “ત્યાં ગંદકી થાય છે એ વાત ખરી; પણ એ મકાનો મારાં કુ ટુબ ં ીઓના હાથમાં છે. હાલ કોણ સાચવે છે, એની પણ મને પૂરી ખબર નથી. વિચાર કરશું.” આમ એ વાત ત્યાં અટકી. સને ૧૯૪૫માં બદરીકેદારની યાત્રાએ ગયેલો. “એ વખતે પૂ. બાપુ આગાખાન મહે લમાંથી છૂટીને, મહાબળેશ્વર જવાના છે. ત્યાંથી પંચગની બે માસ હવાફે ર માટે આવશે.” એવા સમાચાર જોશીમઠમાં

મને મળ્યા. પંચગનીમાં મારા પુત્રો ભણતા હતા. તેમને અભ્યાસમાં મદદ કરવા એક શિક્ષક રાખેલાં; એમને માટેનું ત્યાં એક મકાન ભાડે હતું. એ મકાન જૂ ન માસમાં પૂ. બાપુ માટે ખાલી કરાવ્યું. તેઓશ્રી પોતાની મંડળી સાથે આવી પહોંચ્યા. એ વખતે અમને બાપુની સેવાનો અણમૂલો લાભ મળ્યો. પંચગનીમાં પૂ. બાપુ ખુશખુશાલ રહે તા; આનંદના ફુવારા ઊડતા. વહે લી સવારે ચાલીને ફરવા જતા. સવારસાંજ પ્રાર્થનામાં તેઓશ્રીનાં પ્રવચન સાંભળવા મળતાં. આપણા દેશમાં જ ેમ પર્વતરાજ હિમાલય છે, તે જગતમાં અજોડ છે, એવી જ રીતે આપણા મહાપુરુષો પણ અજોડ છે. પૂ. બાપુને મળવા માટે દેશનેતાઓ આવતા; તેમની વાતો સાંભળતા; તેમનાં દર્શનનો અપૂર્વ લાભ મળતો. પંચગનીમાં કીર્તિમંદિર વિશે પણ થોડી વાત થઈ. તેઓશ્રીએ ‘કુ ટુબ ં ીઓ હા પાડે તો પોતાને વાંધો નથી’ તેમ કહ્યું. દોઢ માસ રહીને પૂ. બાપુ પંચગનીથી

કીર્તિમંદિરના ઉદ્ઘાટન પછી સરદાર પટેલ સાથે પોરબંદર શહેરના અગ્રણીઓ

26

[ જાન્યુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


વિદાય થયા અને અમે પાછાં પોરબંદર આવ્યાં. નામદાર મહારાણા સાહે બને કીર્તિમંદિર વિશે મેં વાત કરી. નામદાર મહારાણા સાહે બના પ્રમુખપદે, પોરબંદરના આગેવાન શહે રીઓની એક સભા મળી. તેમાં આ પ્રશ્ન રજૂ થયો. જન્મસ્થાન પાસે સ્વચ્છતા રહે , એક બાગ બને, અને ત્યાં રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલે; એવી યોજના સૌએ વિચારી. સને ૧૯૪૫૪૭માં એ વાત ચાલુ રહી. એ ઘરમાં શ્રી માણેકલાલ ગાંધી વગેરે ઓગણત્રીસ હકદારો છે. આજુ બાજુ માં આવેલાં મકાનના માલિકોને પણ વાંધો હતો. ધીમે ધીમે બધા વાંધાઓ પત્યા. બદલામાં બધાંને આશરે રૂપિયા પંચોતેર હજાર આપ્યા. સને ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું. છ મહિના પછી સૌરાષ્ટ્રનું એકમ થયું; એટલે કીર્તિમંદિરની વાતને ફરી વેગ મળ્યો અને સૌરાષ્ટ્ર કૉંગ્રેસના પ્રમુખ પૂ. દરબાર શ્રી ગોપાળદાસભાઈના હાથે શિલારોપણવિધિ કરાવી. સને ૧૯૪૭ના ડિસેમ્બરમાં પૂ. બાપુને મળવા હં ુ દિલ્હી ગયો. હિં દીઓને પૂર્વ આફ્રિકામાં આવતા બંધ કરવાનો કાયદો ત્યાંની ધારાસભામાં આવ્યો હતો. તેને અંગે મારે પૂ. બાપુ સાથે વાતચીત કરવાની હતી. હં ુ પૂ. બાપુ તથા સરદાર શ્રી વલ્લભભાઈને મળ્યો; પૂ. પંડિત જવાહરલાલજીને જાણ કરી. તેઓના પ્રયત્નથી છ માસ સુધી બિલ મુલતવી રહ્યું; પણ આખરે કાયદો પસાર થયો. હિં દીઓને ઈસ્ટ આફ્રિકામાં આવવાની મનાઈ થઈ. આપણા દેશમાં ગરીબાઈ વધતી જાય છે; પ્રજા વધતી જાય છે; કેનેડા, પશ્ચિમ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ બધા દેશોમાં પુષ્કળ જગ્યા છે; પરં તુ હિં દીઓ માટે, એશિયાવાસીઓ માટે, દ્વાર બંધ છે. ગોરાઓએ એક હજાર વર્ષ સુધીની ગણતરી કરીને એ દેશોમાં જગ્યા અનામત રાખી   છ.ે ઑસ્ટ્રેલિયામાં માત્ર એક કરોડની વસતિ છે. ત્યાં પચાસ કરોડનો સમાવેશ થાય, એવડો દેશ અનામત રાખ્યો છે. તેઓ માત્ર કિનારે વસ્યા છે; છતાં કોઈને આવવા દેતા નથી. ઑસ્ટ્રેલિયા એશિયાનો ભાગ છે. આ પ્રશ્ન વિકટ છે. ભારતની પ્રજા જ્યાં જ્યાં વસે

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

છે, ત્યાં ત્યાંથી તેને કાઢવાના પ્રયત્નો થાય છે. બર્મા ને સિલોન જ ેવા પાડોશી દેશોમાં પણ એ સ્થિતિ થતી જાય છે. આ પ્રશ્ન પૂ. બાપુ પાસે રજૂ કરવા હં ુ ખાસ દિલ્હી ગયેલો; પરં તુ પૂ. બાપુ, પૂ. સરદાર સાહે બ, પૂ. પંડિતજી દેશના આંતરિક પ્રશ્નોમાં ખૂબ ગૂંથાયેલા હતા. દેશના ભાગલા પડવાથી ચોમેર ભારે અશાંતિ હતી; છતાં તેઓશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી અને પંડિતજીને ભલામણ પણ કરી. સને ૧૯૪૫માં બાપુ પંચગની સવા માસ એ જ મકાનમાં રહે લા; પછી સને ૧૯૪૬માં પધાર્યા. પંચગનીમાં પૂ. બાપુ ખૂબ આનંદમાં રહે તા; આનંદના ફુવારા ઊડતા; તેમના ખડખડાટ હાસ્યથી ઓરડા ગાજી ઊઠતા; જ્યારે દિલ્હીમાં ૧૯૪૭માં તેઓશ્રીના ચહે રા પર નિરાશા, મૂંઝવણ અને વેદના દેખાતાં હતાં. પંચગનીમાં વારં વાર કહે તા, “હં ુ ૧૨૫ વર્ષ જીવવાનો છુ .ં મારે દેશમાં રામરાજ્ય કરીને જવું છે.” દેશના ભાગલા પડ્યા પછી એ વસ્તુ ચાલી ગઈ. દિલ્હીમાં કહે લું, “હવે મને જીવવું ગમતું નથી.” ડિસેમ્બર માસમાં હં ુ દિલ્હી ગયેલો. ત્યાં ઠંડીને લીધે મારા હાથમાં કળતર થવા લાગી, તેથી સારવાર લેવા કલકત્તા ગયો. ત્યાં થોડો વખત રોકાયો. સારવાર લીધી; કંઈક આરામ જણાયો. કલકત્તાથી પાછા ફરતાં મુંબઈ થઈ દેશમાં આવ્યો. પોરબંદર પહોંચ્યો, તેને બીજ ે જ દિવસે બાપુના મૃત્યુના દુઃખદ બનાવ બન્યાના સમાચાર સાંભળ્યા. આ વખતે મારાં ધર્મપત્ની જિંજામાં હતાં. પૂ.   બાપુના શ્રાદ્ધદિને હિં દીઓ, આફ્રિકનો, યુરોપિયનો અને અન્ય એશિયાવાસીઓ, સૌ નાઈલ નદીને કિનારે ગયા. હજારોની મેદની મળી. નાઈલ નદીનાં પવિત્ર જળમાં પૂ. બાપુના અવશેષો મારાં પત્નીએ પધરાવ્યાં. એ દિવસ યુગાન્ડાના સામાજિક જીવનમાં અપૂર્વ હતો. પૂ. બાપુનો દેહાન્ત થતાં કીર્તિમંદિરનો વિચાર પાછો આગળ વધ્યો. મકાનો મળી ગયાં હતાં. તેનો પ્લાન બનાવ્યો. પૂ. સરદાર સાહે બે પાસ કર્યો. પોરબંદરના જૂ ના અનુભવી મિસ્ત્રી પુરુષોત્તમભાઈએ 27


તેની રચના કરી. ઝડપભેર કામ ઉપાડ્યું. બાપુ જ ેટલાં વર્ષ જીવ્યા તેટલા (૭૯) ફૂટ ઊંચું શિખર બાંધ્યું. પૂ.   બાપુને પ્રિય એવી રચનાત્મક પ્રવૃત્તિઓ થઈ શકે એવી યોજના કરી. પૂ. સરદાર સાહે બ એના ઉદ્ઘાટન માટે, નાદુરસ્ત તબિયત હોવા છતાં, સૌરાષ્ટ્ર પધાર્યા. ના. મહારાણા સાહે બ, ના. રાજપ્રમુખ, માનનીય વડા પ્રધાન શ્રી ઢેબરભાઈ, અન્ય પ્રધાનો અને સૌરાષ્ટ્રના સંભાવિત નાગરિકો એ પ્રસંગે હાજર રહ્યા. હજારોની માનવમેદની સમક્ષ પૂ. સરદાર સાહે બે કીર્તિમંદિરનું ઉદ્ઘાટન કર્યું. એક બાજુ હવેલી, બીજી બાજુ રઘુનાથજીનું મંદિર, સામે કેદારનાથજી; ત્રણે ધર્મસ્થાનોની વચ્ચે દીવાન સાહે બ કબા ગાંધી રહે તા. રઘુનાથજીના મંદિરમાં કથા સાંભળતા. એ મંદિર સુધારી કાયમ રાખ્યું. પૂ.  બાપુને એ સ્થળે ધાર્મિક સંસ્કારો મળેલા. તે નજદીક કીર્તિમંદિરની રચના થઈ. આજ ે સુદામાપુરીની પેઠ,ે ભારતવર્ષનાં હજારો નરનારીઓ કીર્તિમંદિરની યાત્રાએ આવે છે અને ભાવપૂર્વક પૂ. બાપુ તથા બાનાં દર્શન કરે છે. પૂર્વ આફ્રિકામાં પૂ. બાપુના એક સ્મારક રૂપે ગાંધી કૉલેજો બાંધવી એવો વિચાર પૂ. બાપુના દુઃખદ અવસાન વખતે આવ્યો. પૂર્વ આફ્રિકાના હિં દી એજન્ટ પૂ. આપા સાહે બ પંત1ની પાસે બધી વાત કરી. તેઓ ખુશી થયા અને બધી મદદ કરી. તે કામ માટે બેત્રણ વાર આફ્રિકાની સફર કરી. પ્રિ. રમણલાલભાઈ યાજ્ઞિકને ખાસ એ કામ માટે રોક્યા. હિં દી સરકારના શિક્ષણ ખાતાના ઉપમંત્રી હુમાયૂન કબીર પણ ત્યાં જઈ આવ્યા. ત્યાં ગાંધી વિદ્યાપીઠ સ્થાપવી એવી યોજના કરવામાં આવી અને એમાં પાંચ લાખ પાઉન્ડનો ફાળો થયો. તેમાં નાના-મોટા સૌએ મદદ કરી. પૂ. બાપુ માટે હિં દી અને આફ્રિકનોને સરખું માન છે. આ કાર્ય માટે કુ લ પાંચ લાખ પાઉન્ડ એકઠા

કરવાના છે; જ ે લગભગ થઈ જવા આવ્યા છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સ્મારકનિધિમાંથી પંદર લાખ રૂપિયા મળ્યા છે. ઇસ્ટ આફ્રિકા ગવર્નમેન્ટ રૉયલ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ કાઢેલ. તેની સાથે મહાત્મા ગાંધીજીનું નામ જોડાયું છે. તેમાં ત્રણ કૉલેજો (આર્ટ્સ, સાયન્સ ને કૉમર્સ) આપણા તરફથી ચાલે, તેમ લગભગ નક્કી થયું છે. બાકીની ગવર્નમેન્ટ ચલાવશે. બહારના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો બંધાશે. કોઈ પણ પ્રકારના વર્ણ, ધર્મ કે જાતિના ભેદ વિના તેમાં સૌ કોઈ દાખલ થઈ શકશે. જ્યારે મુસ્લિમ ભાઈઓ — ‘ઓન્લી ફૉર-એશિયન મુસ્લિમ’ માટે પોતાની જુ દી કૉલેજ ચલાવે છે. પોરબંદરમાં મહાત્મા ગાંધી કીર્તિમંદિરનાં દર્શને આપણા રાષ્ટ્રપતિ પૂ. રાજ ેન્દ્રબાબુ તથા ભારતના લાડીલા નેતા અને હૃદસમ્રાટ પૂ. પંડિત જવાહરલાલજી પધાર્યા હતા. ઉપરાંત પૂ. બાપુના અનેક ભક્તો અને દેશ-પરદેશના મહાન પુરુષો કીર્તિમંદિરનાં દર્શને પધારતા. તેમનાં દર્શનનો અને પ્રવચનનો અમૂલ્ય લાભ પોરબંદરની જનતાને અને અમને મળે છે. પોરબંદરમાં મહાત્મા ગાંધી માર્ગ ઉપર સ્ટેશનથી શહે રમાં પ્રવેશ કરતા પાંચ રસ્તા ભેગા થાય છે ત્યાં કન્યા વિદ્યાલય, બાલમંદિર અને પ્રસૂતિગૃહનાં સુંદર મકાનો આવેલાં છે. એ જગ્યાએ રસ્તાને કાંઠ ે એક તળાવ હતું. તેમાં પાણીની નિકાસ ન થતી હોવાથી જીવજંતુથી દુર્ગંધ ફે લાતી. એ તળાવ પુરાવી નાખીને, ત્યાં સ્ત્રીઓ તથા બાળકો માટે એક બગીચો બનાવવામાં આવ્યો અને પૂ. બાપુજી, પૂ. સરદાર સાહે બ, તથા પૂ. પંડિતજી ત્રણેનાં બાવલા મૂકવામાં આવ્યાં છે. એની ઉદ્ઘાટનક્રિયા ના. મહારાણા સાહે બના હસ્તે કરવામાં આવી. બાગમાં બાળકોને રમવા માટે હીંચકા છે તથા વિશ્રામ માટે વૃક્ષો વાવવામાં આવ્યાં છે. શહે રના રાજમાર્ગ ઉપર આવેલાં આ ‘રાજ્યમાતા રૂપાળીબા બાગ’ નગરની શોભામાં વધારો કરે છે. [નાનજી કાલિદાસ મહે તા લિખિત ‘મારી જીવનકથા’માંથી]

1. આફ્રિકાના અનેક દેશોમાં ભારતીય રાજદૂત તરીકે સેવા આપનાર. o

28

[ જાન્યુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


આંખ સાચવવાની કળા ડૉ. ગોવિંદભાઈ પટેલ ડૉ. ગોવિંદભાઈ પટેલ લિખિત ‘આંખ સાચવવાની કળા’ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ૧૯૭૨માં પ્રકાશિત થઈ હતી. આજ ે તે પુસ્તક વધુ પ્રસ્તુત છે, તેનું કારણ આંખનો વધેલો કાર્યબોજ છે. મોબાઇલના સતત ઉપયોગથી આંખોને નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનની ભરપાઈ સંભાળથી થઈ શકે. આંખોના વધી રહે લા ઉપયોગનો તદ્દન સરળ ઉપાય તેને ગતિમાં રાખવાથી મળે છે. ગતિમાં રાખવું એટલે પલકારવું. કુ દરતે આંખોને પલકારવાની ભેટ આપી છે જ ેનાથી આપમેળે આંખો સચવાય છે. ડૉ. ગોવિંદભાઈ લખે છે તેમ હવે પલકારવાના બદલે તાકવાની ટેવ વધતી જાય છે. મોબાઇલના આ યુગમાં તો આ ટેવ વધુ જોખમી બની છે. આ કિસ્સામાં આંખને સલામત કેવી રીતે રાખી શકાય તેનો સરળ ઉપાય દર્શાવતો લેખ અહીં પ્રસ્તુત છે.

(૧) આંખને ગતિમાં રાખી વાપરતાં શીખો : ગતિ

એટલે જીવન. જીવનની સૌથી અગત્યની પરખ ગતિથી જ થાય છે. શરીરના ભાગોને નીરોગી રાખવા આપણે તેમને તાલબદ્ધ રીતે ગતિમાં રાખીએ છીએ અને તેમને તેજસ્વી અને સશક્ત રાખવા પદ્ધતિસરની કસરત દ્વારા ગતિ આપીને દરે ક અંગને સશક્ત અને તેજસ્વી રાખીએ છીએ. જ ે ભાગમાં ગતિ ઓછી થાય છે ત્યાં લોહીની ગતિ પણ જોઈએ તે કરતાં મંદ પડી જાય છે. એમ થતાં તે ભાગને લોહી દ્વારા મળતો ખોરાકનો પુરવઠો ઓછો થઈ જાય છે અને સરવાળે તે અંગમાં નબળાઈ આવે છે. કુ દરતમાં ગતિ એ જ જીવન છે. ગતિ અંગે એવી વ્યવસ્થા છે કે કામની સાથે સાથે જ વ્યવસ્થિત કુ દરતી ગતિ દ્વારા આરામ મળતો જ રહે છે. ચાલવામાં એક પગ નીચે મુકાય ત્યારે તે ક્ષણમાત્રમાં આરામ મેળવી લે છે. તેવી જ રીતે બીજો પગ ઊંચકાતાં તેને શ્રમ લાગે છે પરં તુ તે નીચે મુકાતાં આરામ મેળવી લે છે. આરામ સાથે કામનો લય સાચવીને જીવન ચલાવતાં શીખી લેવાય તો શરીરનાં અંગોને મોટા ભાગના ઘસારા અને થાકમાંથી બચાવી શકાય. આરામ સાથે કામનો લય સાચવવો એ એક અતિ ઉપયોગી કળા છે. માત્ર જીવન જીવવાની જ નહીં પરં તુ જીવન લંબાવવાની એ એક અદ્ભુત કળા    છ.ે પલકારવું એ આંખની સ્વાભાવિક ગતિ છે.

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

બાલ્યાવસ્થામાં આ કુ દરતી ગતિ આંખની જ ેમ માનવશરીરનાં બધાં અંગોમાં સચવાય છે. આ કુ દરતી ગતિની ઉપયોગિતા વિશે આપણને જ્ઞાન ન મળતું હોવાથી મોટી ઉંમરે મોટા ભાગની કુ દરતી ટેવો અદૃશ્ય થઈ તેની જગ્યાએ અકુ દરતી — ખોટી — શ્રમદાયી ટેવો પડે છે. પારણામાં સૂતેલા બાળકને જુ ઓ, પાંજરામાં બેઠલ ે ા પોપટને જુ ઓ, આંગણામાં બેસીને આરામથી વાગોળતી ગાયને જુ ઓ. આ દરે ક પોતાની જીવંત અવસ્થાની પ્રતીતિ કરાવવા આંખને ઉઘાડ-વાસ કરતાં હોય છે — પલકારતાં હોય છે. પલકારવાનું એમને કોઈએ શીખવ્યું હોતું નથી. એ તેમની સાચવી રાખેલી કુ દરતી ટેવ છે. જ ેમ વ્યવસ્થિત હલનચલનથી શરીરનાં અંગોને નીરોગી રાખી શકાય છે તેવી જ રીતે આંખને નીરોગી રાખવા માટે એક કુ દરતી ગતિ છે જ ેને આપણે ‘પલકારવું’ કહીએ છીએ. આ જાતની વ્યવસ્થિત ગતિથી દરે ક અંગનું — આંખનું — આરોગ્ય તો સચવાય છે જ તે ઉપરાંત તેને પોષણ પહોંચાડવામાં તેમ જ તેને થાક અને ઘસારામાંથી બચાવવામાં અગત્યની મદદ થાય છે. ઉન્મેષ-નિમેષનો લય સાચવવાની કળા એટલે આંખનું આરોગ્ય સાચવવાની કળા. અત્યારે આપણને પલકારવાને બદલે તાકવાની ટેવ પડી છે અને તે કારણે આંખની નબળાઈનું પ્રમાણ વધ્યું છે. આંખની નબળાઈનું પ્રમાણ ઘટાડવું હોય તો 29


પલકારતાં શીખવું એ એક અગત્યની જરૂરિયાત છે. પલકારીને જોવાથી આંખને ગતિ અથવા કસરત મળે છે. પોપચાં વડે આંખનું ઉપરનું પડ વારં વાર સાફ થાય છે. ઉઘાડ-વાસ થવાથી પ્રકાશના મારાનું સાતત્ય તૂટી જાય છે અને પ્રકાશથી ઝંખવાતી આંખનો બચાવ થાય છે, તેમ જ ઓછી શક્તિના ખર્ચે વધુ સારું દેખાય છે અને થાક અને ઘસારો ઓછામાં ઓછો લાગે છે. હાલમાં આપણને તાકવાની ટેવ પડેલી હોવાથી પલકારાની ટેવ પાડવામાં શરૂઆતમાં ખૂબ મુશ્કેલી પડે છે. પલકારવું એ આંખનો સ્વભાવ છે. જોવું એટલે પલકારવું અને પલકાર્યા સિવાય આંખ કામ જ ન કરી શકે, જોઈ જ ન શકે અથવા તેને દેખાય જ નહીં. આ નિયમ પ્રમાણે પલકારીને જોવાથી જ આંખ નીરોગી રહે , તેને થાક ઓછો લાગે અને જોવાની ક્રિયા સરળતાથી થાય ત્યારે તાકવાની કુ ટવે થી આંખ સ્થિર રહે , થાક વધુ લાગે, અંદરનું પડ સાફ ન થાય, કામ કરતાં ન ફાવે અને જલદી થાક લાગી જાય. આંખની નબળાઈ એટલે તાકવાથી લાગેલા થાકનો સરવાળો. ચશ્માંની બીમારીનું કારણ પલકારાનો અભાવ જ છે. જો આ બીમારીને દૂર કરવી હોય તો તાકવાની કુ ટવે ને જલદીમાં જલદી તિલાંજલિ આપી તેને સ્થાને પલકારાની કાયમી સ્થાપના કરવાનું વ્રત સુજ્ઞ ચશ્માંધારીઓએ લેવું જોઈએ. (૨) આંખને વારં વાર આરામ આપવાની ટેવ પાડો : વિજ્ઞાને બે વસ્તુઓનો સ્વીકાર તાકીદે કરવાની જરૂર છે : (૧) શરીર એક વપરાતું યંત્ર છે. શરીરનાં અંગોને સાચી રીતે વાપરવાનું જ્ઞાન ન હોય તો તે ખોટી રીતે જ વપરાય. ખોટી રીતે વાપરવાની ટેવ પડતાં તેને વધુ ને વધુ થાક અને ઘસારો લાગે. આ થાક અને ઘસારામાંથી નબળાઈ અને રોગોનો જન્મ થાય. (૨) શરીરનાં અંગોના ખોટા શ્રમદાયી ઉપયોગથી થતા રોગોમાંથી બચવા અથવા તે રોગોને દૂર કરવા શરીરનાં અંગોને ખોટી રીતે વાપરવાનું બંધ કરી તેને સાચી રીતે વાપરવાનું જ્ઞાન અને તાલીમ દરે ક બાળકને ફરજિયાત મળે તેવી વ્યવસ્થા કેળવણી દ્વારા થવી 30

નિયમ પ્રમાણે પલકારીને જોવાથી જ આંખ નીરોગી રહે, તેને થાક ઓછો લાગે અને જોવાની ક્રિયા સરળતાથી થાય ત્યારે તાકવાની કુટેવથી આંખ સ્થિર રહે, થાક વધુ લાગે, અંદરનું પડ સાફ ન થાય, કામ કરતાં ન ફાવે અને જલદી થાક લાગી જાય. આંખની નબળાઈ એટલે તાકવાથી લાગેલા થાકનો સરવાળો. ચશ્માંની બીમારીનું કારણ પલકારાનો અભાવ જ છે

જોઈએ. શરીરનાં અંગો પાસેથી સાચી રીતે કામ લેતાં શીખી તે રીતે કામ કરતાં કદાચ થાક લાગે તો તેને વારં વાર પદ્ધતિસર આરામ આપવાની ટેવ દરે ક બાળકને પડાવવી જોઈએ. આજના સુધરે લા જમાનામાં વધુમાં વધુ કેળવાયેલો માણસ પણ સોળ સોળ કલાક કામ કરતી આંખને આરામ આપવાની કાળજી રાખતો નથી તેમ જ આંખને સાચી રીતે વાપરતાં શીખવાની પરવા કરતો નથી! રોજિંદા કાર્યક્રમમાં પોતાને સોંપાયેલું કામ તો આંખ કરે જ છે પરં તુ તે ઉપરાંત બીજાં અંગોનાં કામકાજમાં ભૂલ ન થાય તેની ચોકસાઈભરી દેખરે ખ પણ તે જ રાખે છે. જો આ દેખરે ખ રાખવાનું બંધ થઈ જાય અથવા આંખ પોતાનું કામકાજ બંધ કરી દે તો આપણી જીવનવ્યવસ્થા કેટલી ખોરવાઈ જાય! કેટલી પાંગળી અને પરાધીન બની જાય! અંધ માનવીને જુ ઓ, તેની નિરાધારતા, તેની મુશ્કેલી અને પરાધીનતાનો ખ્યાલ કરો અને તેની પાસેથી આંખને સાચવવાની પ્રેરણા મેળવો. ચપળ અને તેજસ્વી દૃષ્ટિનું રહસ્ય પ્રવૃત્તિ અને નિવૃત્તિની આરામભરી પરિસ્થિતિમાં સમાયેલું છે તેમ જ કમજોર આંખને કેળવવાના પ્રયોગોનો પાયો પણ આરામભરી પરિસ્થિતિને ચિરસ્થાયી કરવામાં સમાયેલો છે. સક્રિયતા અને નિષ્ક્રિયતા — પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંને પરિસ્થિતિમાં આંખને આરામભરી સ્થિતિમાં રાખતાં શીખવું એ આંખને તેજસ્વી [ જાન્યુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


(૩) આંખને વાપરવાની સાચી રીતોનું જ્ઞાન મેળવો, તેની તાલીમ લો અને જીવનમાં તેનો અમલ કરો : આંખને સાચી રીતે વાપરવા માટે જ ે ટેવ અગત્યની છે, તે છે પલકારવાની ટેવ. મોટે ભાગે આંખને જ ે નુકસાન થાય છે, થાક અને ઘસારો લાગે છે તે પલકારવાના અભાવે અને તાકવાની કુ ટવે ને કારણે જ લાગે છે. તાકવાની કુ ટવે જાય અને પલકારવાની ટેવ પડે તે માટે દિવસમાં બને તેટલી વધુ વખત, દરે ક શબ્દ પદ્ધતિસર પલકારીને દસ લીટી વાંચવાનો અભ્યાસ કરો. જો પહે લો પલકારો મારી પછીથી શબ્દ વાંચવાની શરૂઆત કરો તો દરે ક શબ્દ પલકાર્યા પછી જ વાંચો. જો શબ્દ વાંચીને પલકારો મારો, તો દરે ક શબ્દ વાંચ્યા પછી જ પલકારો. આ રીતના પદ્ધતિસરના પલકારાનો દિવસમાં બે, ત્રણ કે ચાર વખત અભ્યાસ કરવાથી, શિસ્તબદ્ધ પલકારવાની ટેવ પડશે. આ અભ્યાસ કરતી વખતે પલકારતાં શીખવા માટે આ અભ્યાસ કરવાનો છે તે યાદ રાખીને ઉતાવળ સિવાય શાંતિથી — પૂરો સમય આપીને અભ્યાસ કરો. પલકારીને દરે ક કામમાં આંખને વાપરવાની ટેવ પાડવી એ નેત્રરક્ષા માટે પાડવાની ટેવોમાં સૌથી અગત્યની ટેવ અને સૌથી પહે લી જરૂરિયાત છે. હવે આપણે દરે ક કામ માટે નક્કી કરે લી સાચી રીતો સમજી તે પ્રમાણે દરે ક કામ કરવાની પ્રતિજ્ઞા કરશું. તો જ આપણને સાચી ટેવો પડશે અને આંખની રક્ષા થશે.

રાખવાની તેમ જ તેજસ્વી બનાવવાની ચાવી છે. દા.ત., કોઈ પણ કુ સ્તીબાજને આરામભરી દશામાં પહોંચતાં ન આવડે ત્યાં લગી તે સફળ કુ સ્તીબાજ બની શકતો નથી. આટલા જ માટે તે કુ સ્તી શરૂ કરતાં પહે લાં શાંત થઈ, શરીરના સ્નાયુ અને જ્ઞાનતંતુઓને ઢીલાં કરી, આરામભરી દશામાં સ્થિર થાય છે. દંડ-બેઠક જ ેવી થોડી કસરત કરી લે છે અને પછીથી એ શાંતિ અને આરામભરી દશામાં કુ સ્તી કરે છે તો જ સફળ થાય છે. જીવનનાં ઘર્ષણ અને ચિંતાની અસર જ ેમ મન પર થાય છે તેમ આંખ પર પણ થાય છે. જ ે લોકો આજીવિકાની ચિંતામાંથી મુક્ત હોય તેમના સ્નાયુ અને જ્ઞાનતંતુઓ તંગ પરિસ્થિતિમાં ન રહે તાં શાંત રહે છે. અને તેવા માણસોને આંખે થાક અને ઘસારાની અસર ઓછી જણાય છે. આપણે બાળકોને ચિંતામુક્ત રીતે અભ્યાસ કરતાં શીખવવું જોઈએ. ચિંતામુક્ત અને શ્રમરહિત દશામાં જ તેઓ વધુ સારું જ્ઞાન પ્રાપ્ત કરી વાંચેલું યાદ રાખી શકે છે. લેખકો અને કવિઓનો પણ અનુભવ કહે છે કે ચિંતામુક્ત અને શ્રમરહિત દશામાં જ તેઓ શ્રેષ્ઠ સર્જન કરી શકે છે. (૧) આંખની પાસેથી કોઈ પણ પ્રકારનું કામ લેતાં તેને પલકારીને જ વાપરવાનો નિયમ કરો. (૨) કામના સમય દરમિયાન દર બે કલાકના કામ પછી બે મિનિટ આંખને બંધ કરી મનને શાંત કરી આરામ મેળવતાં શીખો. o

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

ફે બ્રુઆરી, ૨૦૨૦ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી દીપકભાઈ મ. ત્રિવેદી, ઑફસેટ વિભાગ શ્રી સુરેશભાઈ મા. પ્રજાપતિ, બાઇન્ડિંગ વિભાગ શ્રી હનુભા મો. ગોહિલ, ઑફસેટ વિભાગ

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

• જ. તા. ૦૧–૦૨–૧૯૬૦ • ૧૫–૦૨–’૬૧ • ૨૪–૦૨–’૬૪

31


ગાંધીજીના અંતિમ દિવસોની વ્યથા અને વ્યસ્તતા આલેખતું બેનમૂન પુસ્તક ઃ દિલ્હીમાં ગાંધીજી (ભાગ–૧, ૨)

‘આ

યજ્ઞમાં તું એકલી જ મારી ભાગીદાર છે. મેં કોઈનેય નથી આપી તેવી કેળવણી તારી મા થઈને તને આપી છે. તે ખાતર જ હં ુ જન્મ્યો છુ .ં આખરે તું હોમાઈ અને હે મખેમ બહાર નીકળી. તારામાં મેં જ ે જોયું તે બીજી છોકરીઓમાં નથી જોયું. એટલે તને એક વાત કરવા માંગું છુ .ં જોકે ઘણી વાર તને કહી તો છે જ. તારી મા થયો તે ત્યારે જ પુરવાર થશે, જો હં ુ રોગથી મરું , અરે એક ફોડકીથીયે મરું , તો તું દુનિયાને પોકારી પોકારીને કહે જ ે કે આ દંભી મહાત્મા હતો. તો જ હં ુ જ્યાં હોઈશ ત્યાં મારા આત્માને શાંતિ થશે. ભલે મારા ખાતર લોકો કદાચ તને ગાળો દે, મારી નાખે પણ રોગથી મરું તો દંભી મહાત્મા જ ઠેરવજ ે… કદાચ કોઈ મને ગોળીથી મારે અને તે સામી છાતીએ ઝીલું છતાં મોઢામાંથી સિસકારો ન નીકળતાં રામજીનું રટણ ચાલતું હોય તો જ કહે જ ે કે સાચો મહાત્મા હતો.’ ‘મનુડી’ને ગાંધીજીની છેલ્લી સૂચના. દિવસ હતો ગુરુવાર; જાન્યુઆરી ૨૯, ૧૯૪૮. દિલ્હીમાં ગાંધીજી પહે લવહે લું નવજીવન ટ્રસ્ટે ૧૯૬૪માં બહાર પાડ્યું. તેનું પુનર્મુદ્રણ એપ્રિલ, ૨૦૧૩માં થયું છે. પ્રકાશન બે ભાગમાં છે. પહે લો ભાગ ૯ સપ્ટેમ્બરથી ૩૦ નવેમ્બર, ૧૯૪૭ના ૮૩ દિવસોને આવરી લે છે. પ્રસ્તાવના સમેત પ્રકાશનનાં કુ લ ૪૦૫ પાનાં છે. બીજો ભાગ ૧ ડિસેમ્બર, દિલ્હીમાં ગાંધીજી ભાગ-૧, ૨ લેૹ મનુબહે ન ગાંધી પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર ૧૯૬૪માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું પુનર્મુદ્રણ ૹ ૨૦૧૩ પેપર બેક સાઇઝ 5.5"x 8.5" ISBNૹ 978-81-7229-464-9 બંને ભાગનાં પાનાંૹ ૮૯૦ ૱ ૫૦૦

32

૧૯૪૭થી ૫ માર્ચ, ૧૯૪૮ સુધીના દિવસો સમાવે છે. આ ભાગમાં પ્રસ્તાવના અને મનુબહે ન ગાંધીના ‘નિવેદન’ સાથે કુ લ ૪૮૫ પાનાં છે. બંને ભાગ ૮૯૦ પાનાંમાં આવરી લેવાયા છે. સમગ્ર પ્રકાશનની કિંમત રૂ. પાંચસો છે, પણ તેમાં જ ે જણાવવામાં આવ્યું છે તેની ગણતરી આના-પાઈમાં થઈ શકે નહીં. બે ભાગમાં વહેં ચાયેલા આ પ્રકાશનમાં મહાત્માજી કેન્દ્રસ્થાને છે. તેમાં તેમના જીવનના છેલ્લા મહિનાઓની દિવસવાર દિનચર્યા જોવા મળે છે. મહાત્માજીના દિલ્હીમાંના બિરલાહાઉસના નિવાસસ્થાનથી પ્રત્યેક દિવસની પ્રત્યેક ક્ષણનું બયાન ‘કોશિયો’ સમજ ે તેવી સરળ અને છતાં પીઢ ભાષામાં અપાયેલું છે. લખાણ વાંચનારને લાગે, ૧૯-૨૦ વર્ષની અને એવી કોઈ શૈક્ષણિક કે અન્યથા તાલીમ વિનાની આ ‘છોકરી’ આવી રોજનીશી કેવી રીતે લખી શકી હશે? રાધાકૃ ષ્ણને ક્યાંક કહ્યું છે, અત્યંત વ્યસ્ત રહે તા ગાંધીજી સમયપાલન—નિયમિતતા માટે એટલા જ આગ્રહી હતા. અને માટે, તેમની સાથે રહે નારાઓ માટે આ એટલું સરળ ન હતું. ગાંધીજી સાથે રહે વું એટલે ખાંડાની ધાર પર ચાલવું. ભલે રાત્રે બે-અઢી વાગ્યે સૂવા પામ્યા હોય કે નહીં પણ સવારની પ્રાર્થના સાડા ત્રણ વાગ્યે જ થતી. એ દરમિયાનની ગાંધીજીની દિનચર્યાની સઘળી વિગતો મનુબહે નની નોંધમાં જોવા મળે છે. મહાત્માજીના જીવનના અંતિમ મહિનાઓનું વિગતે બયાન મનુબહે ને આપ્યું છે, સમાજની—દેશની તાવણીના દિવસોની વિગતો તેમણે આપી છે. સમયગાળો પણ અસાધારણ હતો. દિલ્હી ભડકે બળતું હતું, હત્યાઓ થતી હતી, શહે ર આખું લશ્કરને હવાલે કરવામાં આવ્યું હતું, પરમિટ વિના નીકળેલાઓને ઠાર મારવાના હુકમો નીકળી ચૂક્યા હતા, દૈનિક જીવનની ચીજવસ્તુઓ અદૃશ્ય થઈ ગઈ હતી, ક્યાંય સલામતી ન હતી, હજારો નિર્વાસિતોથી દિલ્હીની છાવણીઓ [ જાન્યુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


જાણી શકીએ છીએ. દિવસના સખત પરિશ્રમ વચ્ચે વિસ્તૃત નોંધ લખવી કપરું છે. તેમણે કરે લી નોંધોમાં તેમની ગાંધીજી પરત્વેની ભક્તિ, નિષ્ઠા અને સચ્ચાઈનાં દર્શન થાય છે. જ્યાં, લખાણને કારણે કોઈક વિશે વિવાદ ઊભો થઈ શકે એમ જણાય ત્યાં ઘણી વ્યક્તિઓનો નામોલ્લેખ પણ કર્યો નથી. ‘ડાયરી’ શબ્દ, સ્વયં સ્વતંત્ર લખાણ માંગી લે છે. આજ ે આપણે એ સમયથી માનસિક રીતે ઘણા દૂર જતા રહ્યા છીએ. મનુબહે ન, આપણને એ સમય પાસે લઈ જાય છે. મનુબહે નની ડાયરીમાંથી ગાંધીજીના જીવનની અંતિમ ક્ષણો.... ૩૦ –૧–૧૯૪૮, શુક્રવાર ગાંધીજીએ તેમનું ‘છેલ્લું વસિયતનામું’ પૂરું કર્યું. સાંજની પ્રાર્થનાનો સમય થઈ ગયો હતો. તેઓ સરદાર પટેલ સાથે ગંભીર વાતમાં રોકાયા હતા. કાઠિયાવાડથી બે ભાઈઓ (રસિકલાલ પરીખ અને ઢેબરભાઈ) મળવા આવ્યા હતા. ગાંધીજીએ કહ્યુંૹ ‘જીવતો હોઈશ તો પાછા વળતી વખતે મળીશ.’ અને, પ્રાર્થનાસભામાં જતાં દસ મિનિટ મોડા પડે છે. કોઈ તેમની ચરણરજ લે તે તેમને ગમતું નથી. એવામાં એક ભાઈ, મનુબહે નને ધક્કો મારીને આગળ વધે છે. મનુબહે ન લખે છેૹ ‘…એક પછી એક ત્રણ ગોળીઓ છૂટી. અંધારું , ધુમાડો અને આ ગગનભેદી અવાજ છતાં બાપુજી સામે પગલે જ અને સામી છાતીએ જ જતા હતા.’ છેલ્લા શબ્દો હતાૹ ‘હે રા…મ હે રા…મ.’ સાંજ, ૫-૧૭

ઊભરાતી હતી, ભયાનક ઠંડીમાં આ બેઘર બનેલાઓ માટે કોઈ સુવિધા ન હતી, કેટલીયે સ્ત્રીઓને ઉઠાવી જવામાં આવી હતી. અને તેમના પર અત્યાચારો ચાલતા હતા, અનાથ બાળકો તો ઠેર ઠેર જોવા મળતાં હતાં, તેમાં માબાપ ગુમાવેલી બે મહિનાની બાળકી પણ હતી. લોકો શરીર અને મનથી તૂટી ગયા હતા, તબીબી સેવા થકી સૌને પહોંચી વળવું અશક્ય હતું, પરિવારો વેરવિખેર થઈ ગયા હતા, જ ેમની પાસે ભાગી છૂટવાની ત્રેવડ હતી તે પાકિસ્તાનથી ભાગીને આવ્યા હતા, હજારો લોકો પાસે તેમના જીવન સિવાય કશું જ ન હતું. ડિસેમ્બર મહિનાની દિલ્હીની કડકડતી ઠંડીમાં પણ ગાંધીજી સવારે ઠંડા પાણીથી નહાતા હતા! ગાંધીજીનો દૈનિક ક્રમ એવો ગોઠવાયેલો હતો કે તેમને હજામત કરવા માટે પણ સમય રહે તો નહીં. મોટા ભાગે, મનુબહે ન જ હજામત કરી આપતાં. ક્યારે ક એવું પણ બનતું, મનુબહે ન એક હાથે હજામત કરતાં જાય તો બીજા હાથથી ગાંધીજી જ ે કંઈ લખાવે તે લખતાં પણ જાય. ગાંધીજીની સેવા તો કરે પણ તેમની મુલાકાતે આવેલા પણ કશુંય લીધા વિના પાછા ન જાય. મનુબહે ન આખા દિવસની નોંધ વિગતે ટપકાવતાં. પ્રાર્થના સમયે આપેલું ભાષણ શબ્દશઃ લખી લેતાં. રાત્રે સૂતા પહે લાં ગાંધીજી એ સઘળું જોઈ જતા અને તેમની સંમતિસૂચક સહી કરતા. મોરારજીએ તેમની પ્રસ્તાવનામાં સાચું જ કહ્યું છે—રોજનીશી લખવી સરળ નથી. તેમાં પણ આવા ઉદ્વેગભર્યા, બેચેન બનાવનારા વાતાવરણમાં શક્ય એટલા પ્રમાણમાં લાગણી પર કાબૂ રાખી, જ ે કંઈ બની રહ્યું હોય નોંધ કરતાં જવું એ કાર્ય મનુબહે ન કેમ કરી શક્યાં હશે અને તે પણ ૧૯-૨૦ વર્ષ જ ેટલી ઉંમરે ? મનુબહે ને આ ‘ડાયરી’ઓ કરી તો મહાત્માના જીવનના અંતિમ મહિનાઓ દરમિયાનની તેમની મનોવ્યથાને આપણે

સિદ્ધાર્થ ન. ભટ્ટ પાલડી, અમદાવાદ [૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક (જુ લાઈ-સપ્ટે. ૨૦૧૭)માંથી] 

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨૦]

33


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25 પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

34

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

[ જૂન ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


પંડિતજી—પોતાને વિશે સંપા.ૹ રામનારાયણ ચોધરી, અનુ. ઃ કરીમભાઈ વોરા પેપર બેક સાઇઝૹ 5.5 "× 8.5" | પાનાંૹ 8+200 • ૱ 120

પંડિત નેહરુ સાથેની મુલાકાતોના આધારે આ પુસ્તક રામનારાયણ ચોધરીએ તૈયાર કર્યું છે. આ મુલાકાતો ઑક્ટોબર, ૧૯૫૮થી ઑક્ટોબર ૧૯૬૦ના ગાળામાં લેવાઈ છે. ગાંધીજીના વિચારો પ્રમાણેનું સ્વરાજ નહીં, પણ આધુનિક રાષ્ટ્ર બનવા તરફ ભારતે ડગલાં માંડવા લાગ્યાં હતાં. તેની ચિંતા ગાંધીવાદીઓમાં હતી તે અહીં લેખકના સવાલોમાં ક્યાંક ક્યાંક દેખાય છે. નેહરુએ તર્ક બદ્ધ દૃષ્ટિએ અને નિખાલસતાથી જવાબો આપવા કોશિશ કરી છે. લેખકના ‘બે બોલ’માં છે તે પ્રમાણે ‘ઘણાખરા લોકો નેહરુજીને સાચા અર્થમાંસ્વરૂપમાં જોઈ શકતા નથી. …આશા છે કે આ પુસ્તકથી આ મહાપુરુષને સાચી રીતે સમજવામાં મદદ થશે.’ લેખકનું કુ લ ૫૦ મુલાકાતોનું આયોજન હતું, પણ ૧૯ થઈ શકી હતી. તેમાં અંગત જીવન, જાહે ર જીવન, સરકાર, વહીવટ, ધર્મ, અમલદારશાહી, જ ેવા પ્રશ્નો ઉપરાંત ખાણીપીણી અને આદતોના નાના નાના પ્રશ્નોને પણ આવરી લેવાયા છે. આ મુલાકાતોમાં ગૌસંવર્ધન, ગ્રામસ્વરાજ, યંત્રોનો ઉપયોગ, અમલદારશાહીની જરૂર, સાદાઈની જગ્યાએ કાર્યક્ષમતા માટે સગવડોની જરૂર વગેરેમાં નેહરુએ સ્પષ્ટપણે વિચારો રજૂ કર્યા છે. [દિલીપ ગોહિલ લિખિત દીર્ઘ પરિચય (જુ લાઈ-સપ્ટે. ૨૦૧૭)માંથી સંપાદિત] ૩૫


અહિં સા : પ્રજાના ઉદ્ધારની એકમાત્ર ‘નવજીવન’ના પાને આઝાદીની લડતનીઆશા હાકલ...

૩૬ ૩૨૦


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.