Navajivanno Akshardeh April 2018

Page 1

વર્ષૹ ૦૬ અંકૹ ૦૪ સળંગ અંકૹ ૬૦ • એપ્રિલ ૨૦૧૮

છૂટક કિંમત ઃ _ 15

માણસ બદ્ધ છે, અજ્ઞાન છે, કુ વાસનાઓથી ઘેરાયેલો છે, પરિસ્થિતિથી જકડાયેલો છે તેથી તેનો આત્મા દબાઈ ગયો છે. વિકાસને માટે તેને અવકાશ નથી મળતો. આ બધાં બંધનોમાંથી જ ે મુક્ત કરે તે જ સાચી કેળવણી. શરીરને રોગ અને દુર્બળતાથી મુક્ત કરે , બુદ્ધિને જ્ઞાન અને ખોટા વિચારોમાંથી મુક્ત કરે , હાથપગ વગેરે કર્મેન્દ્રિયોને જડતાથી મુક્ત કરે , મનને લાલચ, ભય અને ક્ષુદ્ર સ્વાર્થ જ ેવી કુ વાસનાઓથી મુક્ત કરે , હૃદયને કઠોરતાથી તેમ જ ખોટી લાગણીથી મુક્ત કરે , આખા માણસને–મનુષ્યસમાજને પ્રાકૃ તિક, સામાજિક, આર્થિક, રાજકીય, બૌદ્ધિક વગેરે સર્વ દાસ્યોમાંથી મુક્ત કરે , રસવૃત્તિને વિલાસમાંથી મુક્ત કરે , શક્તિને મદમાંથી મુક્ત કરે , આત્માને કૃ પણતા કે અહં કારના પંજામાંથી મુક્ત કરે , તે જ વિદ્યા—તે જ ‘કેળવણી’. [કાલેલકર ગ્રંથાવલિૹ કેળવણીવિષયક લેખોમાંથી]


વર્ષૹ ૦૬ અંકૹ ૦૪ સળંગ અંકૹ ૬૦ • એપ્રિલ ૨૦૧૮ છૂ ટક કિંમત ઃ _ 15

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

૧. ડૉ. મૉન્ટેસૉરી. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ગિજુ ભાઈ બધેકા. . . ૧૧૧ ૨. ગાંધીવિચાર : અધ્યયનની સમસ્યા અને સંભાવના . . . . . . . અવધ પ્રસાદ. . . ૧૧૭

કિરણ કાપુરે

૩. ગુજરાત સ્થાપના દિન : રવિશંકર મહારાજની અપેક્ષા. . . . . . . . . . . . . ������૧૨૨

પરામર્શક

૪. શીંગડાં અને પગ. . . . . . . . . . . . . . . . . . . . . . .કાકાસાહે બ કાલેલકર. . . ૧૨૮

કપિલ રાવલ સાજસજ્જા

૫. ગાંધીદૃષ્ટિૹ પૂર્વ પ્રાથમિક કેળવણી. . . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી. . . ૧૩૩

અપૂર્વ આશર

૬. ઉપવાસ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .વી૰ પી૰ ગિદવાણી. . . ૧૩૭

આવરણ ૧ ૧૯૪૭માં જહાનાબાદ, બિહારમાં યોજાયેલી એક સભાની તસવીર [તસવીર : જગન મહે તા]

૭. ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૧૪૦  ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… ����������������������������૧૪૨

આવરણ ૪ ચલણી નાણું અને બૅંકો : અસમાન વહેં ચણીનું અનિષ્ટ [હરિજનબંધુ ૦૨-૦૭-૧૯૫૫] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (3–18)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 3 એ માર્ચ મહિનો અને 18 એ 2018નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૧૧૦


ડૉ. મૉન્ટે સૉરી ગિજુ ભાઈ બધેકા કોઈ પણ ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરવું અને એ કાર્યાનુભવને આધારે નક્કર પરિવર્તન આણવું તે એક લાંબી પ્રક્રિયા અને અથાગ પરિશ્રમના પરિણામે જ શક્ય બને છે. સ્વસ્થ સમાજનો આધાર બની રહે લાં શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે આ બાબત વિશેષ રીતે લાગુ પડે છે. ડૉ. મારીઆ મૉન્ટેસૉરી આ બાબત સારી પેઠ ે જાણતાં હતાં અને એટલે જ એમણે પોતાનું જીવન બાળકો કેવી રીતે સહજતાથી શિક્ષણ આત્મસાત કરી શકે તે દિશામાં વિવિધ પ્રયોગો કરવા પાછળ ખર્ચી દીધું હતું. તેમના આ પ્રયાસોના નક્કર પરિણામો આખા વિશ્વને મળ્યા અને જન્મ થયો મૉન્ટેસૉરી શિક્ષણપદ્ધતિનો. ૧૮૮૫ • ૧૯૩૯ આજ ે જ્યારે પ્રતિભાશાળી અને સેવાભાવી વ્યક્તિત્વોની સંખ્યા ઝડપભેર ઘટી રહી છે, ત્યારે સમાજ અર્થે બધું જ કુ રબાન કરનારાં ડૉ. મૉન્ટેસૉરી સરખાં ઉમદા વ્યક્તિત્વનો પરિચય અને તેમના સંઘર્ષ વિશે જાણવું જરૂરી બની રહે છે. ડૉ. મૉન્ટેસૉરીની પુણ્યતિથિ (6 મે, 1952) નજીક છે, ત્યારે બાળકેળવણીકાર ગિજુ ભાઈ બધેકાએ આલેખેલા ડૉ. મૉન્ટેસૉરીનાં જીવનચરિત્ર થકી તેમણે શિક્ષણ ક્ષેત્રે કરે લાં વિવિધ પ્રયોગોથી પરિચિત થઈએ…

યુરોપીય કેળવણીનો ઇતિહાસ જુ ઓ કે સમર્થ દિવસોમાં સ્ત્રીઓ ભાગ્યે જ ભણતી. આ કારણથી

કેળવણીકારોની નામાવલિ તરફ દૃષ્ટિ નાખો તો માલૂમ પડશે કે એમાં કોઈ પણ સ્થળે સ્ત્રીનું નામ નથી. પહે લ વહે લી જ એક સ્ત્રીકેળવણીકાર ઉત્પન્ન કરવાનું માન ઇટલીને ઘટે છે. ડૉ. મૉન્ટેસૉરીમાં માનવવંશશાસ્ત્રી, શરીરશાસ્ત્રી, માનસશાસ્ત્રી, તત્ત્વવેત્તા અને કેળવણીશાસ્ત્રી એ બધાનું એકી સાથે દર્શન થાય છે. બાળકનાં અને બાળમગજનાં એ ખાસ અભ્યાસી છે. પોતે અપરિણીત છતાં માતાઓની તે માતા છે, અને બાળકોની મહાન સરસ્વતી છે. બાળસ્વાતંત્ર્યનો નવો યુગ પ્રવર્તાવનાર તથા જડવાદ અને પરાધીનતાની બેડીમાંથી મનુષ્યજાતિને ઉદ્ધારવાનો આરં ભક પ્રયત્ન કરનાર ડૉ. મૉન્ટેસૉરી છે. ડૉ. મૉન્ટેસૉરી મધ્યમસ્થિતિનાં પરં તુ સંસ્કારી માતપિતાનાં એકનાં એક પુત્રી છે. એનો જન્મ ઇટલીની સ્વાતંત્ર્યની લડતના છેલ્લા દિવસોમાં ઈ. સ. 1870માં થયો હતો. એ જમાનામાં ઇટલીનો સમાજ અત્યંત સંકુચિત હતો. વળી, તેના કુ ટુબ ં ને ધંધાથી કે પરં પરાથી કેળવણી સાથે સંબંધ ન હતો. એ नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૮]

પ્રતિભાશાળી વિદ્યાર્થિનીને સામાજિક બંધનોની સામે થવું પડેલું. અને સમાજ સુધારક તરીકે આગળ આવવું પડેલું. આગળ ઉપર જ ે સ્વાતંત્ર્ય આખી આલમના બાળકોને તેણે એક અમૂલ્ય ભેટ તરીકે આપ્યું તે સ્વાતંત્ર્યની જ તેણે બચપણથી ઉપાસના કરી હતી. લોકમતને તોડવા માટે જ ે આત્મબળ અને આત્મશ્રદ્ધાની મનુષ્યમાં આવશ્યકતા છે તે બળ અને શ્રદ્ધા ડૉ. મૉન્ટેસૉરીમાં પ્રથમથી જ હતાં, અને તેને જ પરિણામે અનેક વિરોધી સત્ત્વો સામે ટકી રહી આખરે તે આખા જગત સમક્ષ એક અપૂર્વ આશીર્વાદ રૂપે ઊભાં રહ્યાં. અગિયાર વર્ષની છેક નાની ઉંમરે તેનામાં કોઈ પણ કાર્ય કરવાની ઊર્મિ જાગી. ઇટલીમાં સ્ત્રીની પદવી હલકી ગણાતી. બહુ બહુ તો સ્ત્રીઓ માત્ર મહે તીજીના ધંધા માટે લાયક ગણાતી અને તેમાં પડતી. તે વખતનો સમાજ, સ્ત્રી જાતનો બીજા ધંધામાં પ્રવેશ સહન કરી શકતો ન હતો. મારીઆ મૉન્ટેસૉરીએ પ્રથમ તો મહે તીજીના ધંધામાં પડવાનો વિચાર કર્યો, પરં તુ તે વખતે ચાલી રહે લી શિક્ષણની રીતિમાં તેનું મન ખૂંચ્યું 111


બાળકો સાથે ડૉ. મૉન્ટેસૉરી

નહીં. તરત જ તેણે એન્જિનિયરીંગનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. આ શાળામાં તે એકલી જ વિદ્યાર્થિની હતી. અને તેથી તેને વિદ્યાર્થીઓની વચ્ચે રહીને અભ્યાસ કરવામાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી. સવારે તેને તેની માતા શાળાએ પહોંચાડવા જતી. તો સાંજ ે તેના પિતા તેને શાળાએથી તેડી લાવવા જતા. વર્ગમાં તેને છોકરાઓથી અલગ બેસવું પડતું. ભોજન કે વિશ્રાંતિના સમયે તેને શાળાના એકાદ ઓરડામાં ભરાઈ રહે વું પડતું અને બારણાં પાસે પોલીસચોકીની વ્યવસ્થા કરવી પડતી. પરં તુ આ સઘળી મુશ્કેલીઓ આ બાઈને મન હિસાબમાં ન હતી, કારણ કે તેનું લક્ષ ગણિતશાસ્ત્રના અભ્યાસમાં હતું. શાળા તો માત્ર એક સાધન હતું. આ શાળામાં રહી તે એક સમર્થ ગણિતશાસ્ત્રી બની. સમય જતાં તેનું મન ડૉક્ટરી ધંધા તરફ ગયું. ઇટલીમાં એ દિવસોમાં ડૉક્ટરી અભ્યાસ માટે સ્ત્રી વિદ્યાર્થી તરીકે બહાર પડનાર મારીઆ મૉન્ટેસૉરી પહે લ વહે લી જ હતી; લોકમત તેની વિરુદ્ધ હતો તેમ છતાં છોકરાઓની શાળામાં અનેક મુશ્કેલીઓ વચ્ચે તેણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો, અને વૈદકના લાંબા અને કઠિન અભ્યાસ 112

પછી રોમની વિદ્યાપીઠની એમ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. આ પદવી મેળવ્યા પછી સને 1897માં રોમમાં મગજનાં દર્દોની ઇસ્પિતાલમાં મદદનીશ ડૉક્ટર તરીકે તેની નિમણૂક થઈ. સુધરે લા દેશોેની હારમાં આવવાને ઇટલી હજી તરફડિયાં મારતો હતો. સુધરે લા દેશો જ ેવી સંસ્થાઓ ત્યાં હજુ માત્ર સ્થપાએ જતી હતી. આ સ્થિતિમાં તાત્કાલિક વ્યવસ્થા કરવા ઉક્ત ઇસ્પિતાલમાં ખરે ખરા ગાંડાઓની સાથે મૂઢ અને મંદ બુદ્ધિવાળાઓને પણ રાખવામાં આવતા હતા. આ યુવાન અને ઉત્સાહી ડૉ. મૉન્ટેસૉરીએ બાળકોના વ્યાધિઓનો ખાસ અભ્યાસ કરી એ વિષયમાં સવિશેષ પ્રવીણતા મેળવી હતી. આ પાગલખાનામાં જતી વખતે તેનું ધ્યાન મંદ બુદ્ધિવાળાં અને મૂઢ બાળકો—જ ેમને કમભાગ્યે ગાંડાઓની સાથે મૂકવામાં આવતાં હતાં તેમના તરફ ગયું. પચાસ વર્ષ પહે લાં [અેડુઅર્ડ] સેગુઈને1 યોજ ેલી મંદ અને 1. ફ્રાન્સના શિક્ષણવિદ્, બુદ્ધિક્ષમતાની રીતે નબળા બાળકો માટે પદ્ધતિસરના પાઠયપુસ્તક ઘડનાર અને તેમના શિક્ષણ અર્થે પેરીસમાં પ્રથમ ખાનગી શાળા સ્થાપનાર. –સં. [ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


મૂઢ બુદ્ધિનાં બાળકોને સુધારવાની પદ્ધતિનો તેણે અભ્યાસ કરવા માંડ્યો. સેગુઈનના વિચારોને અનુસરતાં તેને લાગ્યું કે બાળકોમાં જ ે મંદતા છે તેનો ઉપાય ઔષધોપચાર નથી પણ કેળવણી છે. પોતાના આ વિચારો તેણે સને 1898માં ટુરીન1માં ભરાએલી કેળવણી પરિષદમાં પ્રગટ કર્યો. તેના ભાષણથી કેળવણીના ક્ષેત્રમાં નવો જ પ્રકાશ પડ્યો અને કેળવણીની દુનિયામાં નવી જ જાગૃતિ આવી. મૂઢ બાળકોને કેમ સમજવાં તથા તેમને નવીન પદ્ધતિથી કેમ કેળવવાં એ વિષય ઉપર રોમની વિદ્યાપીઠમાં ભાષણો આપવા માટે ડૉ. મૉન્ટેસૉરીને ત્યાંના વિદ્યાધિકારીએ આમંત્રણ કર્યું. ત્યાર પછી ડૉ. મૉન્ટેસૉરીને નિર્બળ મનના મનુષ્યોને સુધારવાની સંસ્થાની વિદ્યાધિકારી નીમી. આ વખતે ડૉ. મૉન્ટેસૉરીએ પોતાનો ડૉક્ટર તરીકેનો ધંધો છોડ્યો અને આ નવા કાર્યક્ષેત્રમાં ઝુકાવ્યું. અત્યાર સુધી બીજી પ્રવૃત્તિ સાથે ડૉક્ટર તરીકેનો પોતાનો ધંધો તો કર્યે જ જતી હતી અને પોતાને ઘેર ખાનગી દરદી તરીકે ભયંકર વ્યાધિથી પીડાતા મનુષ્યોને રાખતી હતી. આવાં સ્થળોએ પણ તે નિર્ભયપણે જતી અને અર્ધી રાત્રે પણ કામ પડતાં ઊઠીને ઉમંગથી કામે લાગતી. પોતાના કામમાં તે એટલી તો કાળજી રાખતી કે એવી કાળજીથી કામ કરતાં તો તેનો ધંધો જ અટકી પડે. મરણાવસ્થાએ પહોંચેલા બાળકને જો કદાચ નવરાવવાની અને તેને સ્વચ્છ પથારીમાં રાખવાની જરૂર જણાતી તો તે બીજા ડૉક્ટરો પેઠ ે માત્ર દવા લખી આપી ચાલતી થતી નહીં. રોમના ગરીબ લત્તામાં રહે તી ગરીબ માતાને માત્ર દવા લખી આપ્યાથી તેનું કાંઈ વળશે નહીં એમ તે સમજતી અને તેથી બાળકોને માટે જોઈતી તમામ ચીજો પોતાને ત્યાંથી તે મંગાવી આપતી. જો કોઈ દરદીને કમાવવાની જરૂર હોય અને દરદી 1. ઇટલીનું એક શહે ર.

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૮]

ધંધા વિનાનો હોય તો પોતે પોતાના ખર્ચે દરદીને કામે લગાડતી. કોઈનું દુઃખ એની દૃષ્ટિએ પડતું તો તરત જ તે દૂર કરવા પોતે આગળ આવતી જ. આ રીતે તેણે પોતાની ડૉક્ટર તરીકેની જિંદગી ગાળી. ભવિષ્યમાં તેનો આ પરોપકારી સ્વભાવ તેની શાળાનાં બાળકોને ઘણો જ ઉપકારક થઈ પડ્યો. જ ે તન્મયતાથી પોતે ડૉક્ટરનો ધંધો કરતી હતી તે જ તન્મયતા, એકાગ્રતા, ખંત અને અસાધારણ ઉદ્યોગથી તેણે આ નવા કાર્યમાં પોતાનું ચિત્ત લગાડ્યું. સવારના આઠથી રાતના સાત સુધી તે મંદ બુદ્ધિનાં બાળકોને શીખવવામાં રોકાતી. આખો દિવસ પેલાં દયા ખાવા જ ેવાં બાળકોના ઉદ્ધાર માટે પોતાની બુદ્ધિનો અને શક્તિનો ભારે માં ભારે ઉપયોગ કર્યા પછી રાત્રે એક વિજ્ઞાનશાસ્ત્રીને છાજ ે તેમ પોતાના આખા દિવસના કાર્યની સમાલોચના કરતી. પોતે કરે લા અવલોકનની અને કાર્યની નોંધ લેતી, પોતાના અવલોકનનાં પરિણામોનું વર્ગીકરણ કરતી અને એ વિષયમાં જ ેણે જ ેણે પુસ્તકો લખેલાં હતાં તે દરે કનાં સઘળાં પુસ્તકો બારીકીથી વાંચતી અને પોતાના અખતરામાં તે ક્યાં મદદગાર થઈ પડે છે તે શોધી કાઢતી. આ કાર્યપદ્ધતિમાં જ એની ફતેહનું ખરું બીજ-ખરું રહસ્ય છુ પાએલું હતું. આ દિવસો તેને સંપૂર્ણ શાંતિના હતા. આ દિવસોમાં તે અપ્રસિદ્ધ હતી અને દુનિયા તેને પિછાનતી ન હતી. તેથી તે અપૂર્વ તલ્લીનતાથી અને સુખથી પોતાના પ્રયોગો કરતી હતી. આ જ વખતે તેણે લંડન અને પેરીસ જઈ મૂઢ બાળકોની શાળાઓ અને પ્રચલિત પદ્ધતિઓનો જાતે અભ્યાસ કરી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો, અને [જિન માર્ક] ઇટાર્ડ2 અને સેગુઈનનાં પુસ્તકોના આધારે તેણે મંદ મતિનાં બાળકોને શિક્ષણ આપવા માટે ભિન્ન ભિન્ન પ્રકારનાં સાધનો યોજી 2. એડવર્ડ સેગુઈને જ ેમના હાથ નીચે કામ કર્યું તેવાં કેળવણીકાર, મૂક-બધિરોને કેવી રીતે શિક્ષણ આપી શકાય તેમાં પાયાનું કાર્ય કરનાર. –સં. 113


કાઢ્યાં. અહીં તેણે બે વર્ષ (1898થી 1900) સુધી કામ કર્યું. આ કાર્યમાં તેને અપૂર્વ ફતેહ મળી. એક વખત એવું બન્યું કે એક મંદબુદ્ધિનું બાળક જાહે ર શાળાની પરીક્ષામાં સાધારણ બુદ્ધિના બાળક કરતાં ઊંચે નંબરે અને વધારે દોકડે વધારે સહે લાઈથી ઉત્તીર્ણ થયું. મૂઢ બાળકો માટે ડૉ. મૉન્ટેસૉરીએ યોજ ેલી પદ્ધતિથી આ બાળક કેળવાએલું હતું. પછી તો આવું વારં વાર બનવા લાગ્યું. જ ેટલાં મૂઢ બાળકો પરીક્ષા માટે મોકલ્યાં તેટલાં બધાં સાધારણ બુદ્ધિનાં બાળકો કરતાં વધારે સારી રીતે ઉત્તીર્ણ થયાં. આવાં પરિણામોથી લોકો આશ્ચર્યચકતિ થયા. જ ેમણે આ પરિણામો નજરે જોયાં તેમણે તો આ કિસ્સાને જાદુઈ કિસ્સો જ માન્યો. પરં તુ ડૉ. મૉન્ટેસૉરી તો એ વિચારમાં પડી હતી કે સારી બુદ્ધિનાં તંદુરસ્ત અને સુખી બાળકો, મૂઢ અતંદુરસ્ત અને કંગાળ બાળકોથી બુદ્ધિમાં ઊતરતાં કેમ નીવડ્યાં અને પરીક્ષામાં તેમનો દરજ્જો શા માટે નીચે ગયો. તેને સ્ફુર્યું કે જો આ પદ્ધતિથી મૂઢ બાળકોને એટલો બધો લાભ થાય તો પછી એ પદ્ધતિથી શીખનારાં સમધારણ બાળકો જરૂર બહુ આગળ વધી જાય અને તેમની પ્રગતિ તો ચમત્કારિક જ બને. તેને સમજાયું કે જ ે પદ્ધતિ મંદ મતિનાં બાળકો માટે વાપરવામાં આવી હતી તેમાં એવું કશું નહોતું કે જ ે કેવળ મંદ મતિનાં બાળકોના જ ઉપયોગમાં આવે. એ પદ્ધતિ પણ કેળવણીના સિદ્ધાંતો ઉપર જ રચાયેલી હતી, અને તે સિદ્ધાંતો પણ પ્રચલિત સિદ્ધાંતોની વધારે બુદ્ધિગમ્ય હતા. આ વિચારે તેનામાં કોઈ અજબ પ્રકારની શ્રદ્ધા ઉપજી અને તેના અંતરમાં એક નવીન જ દિશામાં નવીન જ કાર્યમાં જવાની સ્વયંસ્ફૂર્તિ થઈ. તરત જ તેણે સમધારણ બાળકોની શાળાઓ, તેની વ્યવસ્થા અને તેમાં ચાલતી શિક્ષણપદ્ધતિઓનો અભ્યાસ કરવાનો નિશ્ચય કર્યો. સાથે સાથે રોમની વિદ્યાપીઠમાં તે તત્ત્વજ્ઞાનના 114

વિદ્યાર્થી તરીકે દાખલ થઈ અને પ્રાયોગિક માનસશાસ્ત્રનો વિષય તેણે ખાસ વિષય તરીકે લીધો. તેણે બાળમાનસશાસ્ત્રનો વિશેષ અભ્યાસ કર્યો અને છેવટે કેળવણી અને માનવવંશશાસ્ત્રમાં તેણે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેણે હવે જૂ ની પુરાણી શાળાઓ જોવાનું અને તેની સડી ગયેલી પદ્ધતિનો સંપૂર્ણ ખ્યાલ લેવાનું કામ આદર્યું. સ્વભાવ, શિક્ષણ અને અનુભવથી તે વૈજ્ઞાનિક હતી એટલે તેણે શાળાઓની પરિસ્થિતિનું બારીક નિરીક્ષણ કર્યું. શિક્ષણશાસ્ત્રનાં અનેક પુસ્તકો જોઈ લીધાં અને તેના સારાસારપણાનું તોલન પણ કરી લીધું. લોમ્બ્રોસો અને સર્ગીનાં પુસ્તકો તેને ગમ્યાં ને તેની તેના પર સારી છાપ પડી; તે પુસ્તકો તેના વિચારોે ઘડવામાં અને પોષવામાં સહાયભૂત બન્યાં. ચાલુ કેળવણીના દોષો અને અપૂર્ણતાઓ તેને હસ્તામલકવત્ દેખાયાં. તેણે પાછળથી લખેલ Advanced Montessori Method Vol. 1—A Survey of Modern Education1 નામના પ્રકરણમાં તે વખતની શાળાઓનું આબેહૂબ વર્ણન આપેલું છે. કેળવણીના ક્ષેત્રમાં કામ કરનાર હરે ક મનુષ્યે તે વાંચવા જ ેવું છે. આ પ્રવૃત્તિમાં તેણે સાત વર્ષો ગાળી નાખ્યાં. આ જ વખતે તેણે ઇટાર્ડ અને સેગુઇનના લેખોનો અભ્યાસ આગળ વધાર્યો. તેના લખાણોનો આત્મા બરાબર સમજાય તેટલા માટે તેણે ફ્રેંચ ભાષામાં લખાએલ એ લેખોનો ઇટાલિયન ભાષામાં પોતાને જ સારુ અક્ષરશઃ તરજુ મો કર્યો. તેણે ખૂબ વાંચ્યું અને ખૂબ વિચાર્યું. પ્રચલિત શાળાઓના દોષોમાંથી બાળકોને કેમ મુક્ત કરવાં તેના વિચારો તેણે પૂર્ણ શાંતિથી કર્યા. હવે તે પોતાના વિચારો અમલમાં મૂકવાની તક શોધતી હતી. એટલામાં તેને એક સુંદર યોગ પ્રાપ્ત થઈ ગયો. ઇટલીના ગરીબ લોકો માટે રહે વાનો પ્રશ્ન ભારે 1. મૉન્ટેસૉરી પદ્ધતિનું આગળનું પુસ્તક ભાગ 1નું બાલશિક્ષણ સમાલોચના [ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


મહત્ત્વનો થઈ પડ્યો હતો. એ ગરીબ લોકો ગંદકીમાં સડતા હતા. …એ લોકોને ખાનગી જીવન જ ેવું કશું જ રહ્યું ન હતું. આ દુઃખમાંથી એ બિચારા લોકોને દૂર કરવાનો વિચાર ઇટલીના એક વગદાર, બુદ્ધિશાળી અને દેશાભિમાની રોમન સાઇનોર એડોએડો ટાલમોના મનમાં આવ્યો. આ ગૃહસ્થ રોમન સ્થાપત્યમંડળનો અધિકારી હતો. તેણે આ પ્રશ્નનો ઝીણવટથી અભ્યાસ કર્યો હતો અને કેવી જાતનાં ઘરોની રચના કરવાથી ગરીબ લોકો સુખેથી રહી શકે તેની યોજના ઘડી કાઢી હતી. તેની યોજના બીજી બધી રીતે સંપૂર્ણ અને સંતોષકારક હતી. માત્ર એક જ મુશ્કેલી નડતી હતી. એ મુશ્કેલી તે એ હતી કે જ્યારે આ ગરીબ માબાપો પોતાની આજીવિકા મેળવવા માટે આખો દહાડો બહારનું જીવન ગાળે, ત્યારે નિશાળે ન જતાં નાનાં બાળકો તદ્દન છૂટથી ઘરમાં એકલાં રહે અને ચોખ્ખાં વિશાળ મકાનોની દીવાલો તથા દાદરા ઉપર લીટા કરીને તેને બગાડી નાખે. નાનાં, નવરાં પડેલાં બાળકો કેવી કેવી જાતની મસ્તીથી મકાનોને ખરાબ કરી નાખે છે તે સૌ કોઈ સમજી શકે તેવું છે. ટાલમોના મનમાં થયું કે આવી રીતે મકાનો બગાડી નાખવામાં આવે તેને સુધારવા માટે ભાડુતો પાસેથી પૈસા લેવા કરતાં તેટલા જ પૈસાને ખર્ચે બાળકોને આખો દહાડો રમતગમતમાં રોકે અને તેમને તોફાન કરતાં અટકાવે એવી કોઈ વ્યક્તિ નીચે તેમને મૂકી દેવામાં આવે તો સારું. આથી તેણે દરે ક લત્તામાં બાળકો માટે એક અલાયદા ઓરડાની ગોઠવણ કરાવી ને કોઈ લાયક દૃષ્ટાની શોધમાં તે પડ્યો. ટાલમોના કાને ડૉ. મૉન્ટેસૉરીની પ્રવૃત્તિની ખબરો આવી ચૂકી હતી. પોતાના કાર્યમાં ડૉ. મૉન્ટેસૉરી ઉપયોગી થશે એમ તેને લાગ્યું. તે ડૉ. મૉન્ટેસૉરીને મળ્યો અને તેણે તેની પોતાની યોજના ડૉ. મૉન્ટેસૉરીને સમજાવી. તેણે ડૉ. મૉન્ટેસૉરીને વિનંતી કરી કે તે नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૮]

એ બાળકોને પોતાની દેખરે ખ નીચે લે અને તેમને ઉપયોગી પ્રવૃત્તિ આપે. ડૉ. મૉન્ટેસૉરીને આવું જ જોઈતું હતું. પોેતાના વિચારો પ્રમાણે પોતાને જ ે પ્રયોગો કરવાની ઇચ્છા હતી તેનાં સાધનો તેને અહીં મળે તેમ હતું. તેણે તરત જ ટાલમોની વિનંતી સ્વીકારી અને રાજ્યની નોકરી છોડી દઈને ગરીબ લોકોના બાળકોને કેળવણી આપવાનું કાર્ય માથે લીધું. પરિણામ એ આવ્યું કે સને 1907ના જાન્યુઆરી માસમાં પહે લ વહે લું બાલગૃહ ઉઘડ્યું. આ વખતે તે તરફ લોકોનું ધ્યાન જરાયે ખેંચાયું ન હતું. ડૉ. મૉન્ટેસૉરીએ પોતાના શિક્ષણવિષયક વિચારો આ ગરીબ બાળકો ઉપર અજમાવ્યા, અને એમાં તેને સંપૂર્ણ ફતેહ મળી. બીજ ે વર્ષે બીજુ ં બાલગૃહ ઉઘડ્યું. આ વખતે લોકોમાં ડૉ. મૉન્ટેસૉરીની કીર્તિ ફે લાઈ ચૂકી હતી. બીજુ ં ગૃહ ઉઘડવાની ક્રિયા સારી ધામધૂમથી થઈ. આ પ્રસંગે ડૉ. મૉન્ટેસૉરીએ એક સુંદર અને મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન મૉન્ટેસૉરી પદ્ધતિ નામના પુસ્તકમાં પ્રારં ભિક વ્યાખ્યાન એ મથાળાવાળા પ્રકરણમાં આપેલું છે. વીજળીને વેગે ડૉ. મૉન્ટેસૉરીની ખ્યાતિ દુનિયામાં ફે લાઈ. હજી તો બાલગૃહ અધૂરું હતું, તેના કાર્યની વિગતો અપૂર્ણ હતી, સગવડ અને વ્યવસ્થા પૂરેપૂરાં થયાં ન હતાં, અને પ્રયોગો તો હજી ચાલુ જ હતા. એટલામાં તો દેશદેશથી કેળવણીના યાત્રાળુઓ મૉન્ટેસૉરી શાળાઓ જોવા આવવા લાગ્યા. આ જ અરસામાં તેના Montessori Method નામના પુસ્તકનું અંગ્રેજી ભાષામાં ભાષાંતર થયું, અને અંગ્રેજી જાણનાર આલમનો રસ એની પ્રવૃત્તિમાં એકાએક વધી પડ્યો. એ પુસ્તકનું અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, સ્પેનીશ, રશિયન, પોલીશ, રૂમાનિયન, ડેનીશ અને જાપાનીઝ ભાષામાં ભાષાંતર થઈ ચૂક્યું છે. આ પુસ્તક કેળવણીના સાહિત્યમાં અદ્વિતીય છે. એની ભાષા બહુ જ અસરકારક અને પ્રોત્સાહક 115


જાય છે. તે સુરૂપ છે, આકર્ષક છે, તેમ તેની વાણી પણ મીઠી છે. એની વાણીમાં સ્વાભાવિક સરલતા છે. એની એવી અસાધારણ શક્તિને લીધે આખી આલમની સ્ત્રીજાતને અભિમાન લેવાનું કારણ મળે છે. દુનિયા ઉપર આવી પ્રભાવશાળી સ્ત્રીઓ ગણીગાંઠી જ હશે. પોતે સ્વતંત્ર પ્રવૃત્તિવાળું જીવન ગાળે છે. કોઈ પણ રાજ્યના કેળવણીખાતાની તે વિદ્યાધિકારી નથી કે અમલદાર નથી. જાહે ર જીવનનો તેને શોખ નથી. જ્યારે બહારની પ્રવૃત્તિ હોતી નથી ત્યારે તે મોટે ભાગે એકાંત સેવે છે, અને પોતાનાં કાર્યોમાં મશગુલ રહી સ્થિર ચિત્તે પ્રયોગો કરે છે. ઉદ્યોગની તો એ પ્રતિમા છે. પોતે અંગ્રેજી જાણતી નથી; માત્ર ઇટાલિયન અને ફ્રેન્ચ ભાષા જાણે છે. છતાં દુભાષિયા મારફત તે અંગ્રેજી જાણનારાઓને મુલાકાતો આપે છે, અને અંગ્રેજી પત્રવ્યવહાર તરફ પણ લક્ષ આપે છે. …ડૉ. મૉન્ટેસૉરીનું જ્ઞાન અગાધ છે. તે એટલું બધું તો છે કે એ સઘળું આપણને કહે તાં કહે તાં જ જિંદગી પૂરી કરે . બાળકો સંબંધે તે એટલું બધું જાણે છે કે કદાચ જગતને તે જણાવી પણ શકશે નહીં એવું તેની સાથે રહે વાવાળાઓનું માનવું છે. એની શક્તિનો વ્યય ન થઈ જાય એ માટે તેની શિષ્યાઓ તેને સાચવે છે, લોેકોના ત્રાસથી તેને બચાવે છે, અને તેના કાર્યના બોજા ઉપર લગામ રાખે છે. તેના ઉપર જ ે અયોગ્ય ટીકાઓ થાય છે તેમાંથી તેને બચાવી લઈને તેની શક્તિનો વિકાસ અવિચ્છિન્નપણે વધે અને દુનિયાને તેનો લાભ મળે તે માટે તેઓ તેનું કાળજીપૂર્વક જતન કરે છે. બાળઉદ્ધારને ડૉ. મૉન્ટેસૉરીના કામની હજી ઘણાં વર્ષો જરૂર છે.

છે. એને વાંચતાં અનેક વાર આંખમાંથી આનંદાશ્રુ સરી પડે છે. એમાં જાતઅનુભવ અને જાતમહે નતનો આબેહૂબ ચિતાર છે. કેળવણીના ગ્રંથોમાં એ એક ઊંચી કોટિનો ગ્રંથ રહી જશે. એમાં જ ે નૈસર્ગિક પ્રતિભા છે, જ ે સ્વયંસ્ફુરણા છે, જ ે સ્વતંત્ર વિચારની ખુમારી અને જ ે મીઠાશ છે તે બીજા થોડા જ ગ્રંથોમાં છે. એ ગ્રંથ ભાવિ પ્રજાનો મોટો વારસો છે. કેળવણીની આલમમાં એ એક અમૂલ્ય રત્ન છે. એ પુસ્તકમાં સ્થળે સ્થળે નવજીવનનો આદર્શ ઝળકી ઊઠે છે. આજના દેશદેશના યુગાચાર્યો ભિન્ન ભિન્ન દૃષ્ટિથી પ્રજાઓના ઉદ્ધાર માટે જ ે પ્રયત્નો કરી રહ્યા છે તેવા જ પ્રકારના કેળવણીવિષયક પ્રયત્નનું આ પુસ્તક મૂળ છે. એ પુસ્તકમાં જ ેટલી ભાવનાની ઉન્નતતા છે તેટલી જ વિજ્ઞાનની ઊંડી દૃષ્ટિ છે. વાચક એને ફરી ફરીને વાંચતાં ધરાતો નથી. …જ ેમ ડૉ. મૉન્ટેસૉરીના પૂજકો, શિષ્યો અને અનુયાયીઓ છે તેમ તેના વિરોધીઓ પણ છે. એમણે પુસ્તકો લખ્યાં છે અને ખૂબ ચર્ચાઓ કરી છે. ડૉ. મૉન્ટેસૉરીનો તેમને એક જ ઉત્તર છે કે મારી શાળાઓ જુ ઓ, જાતઅનુભવ કરો અને પછી મારા સિદ્ધાંતમાં કેટલું સત્ય છે તેની ચર્ચા કરો. પરં તુ ઘણીવાર જ ેમ વિરોધીઓ જ આશીર્વાદ રૂપ થઈ પડે છે તેમ ડૉ. મૉન્ટેસૉરીના સંબંધમાં પણ બન્યું છે. આજ ે એક રીતે તેઓ જ તેની પદ્ધતિ વધારે પ્રમાણમાં ફે લાવી રહ્યા છે. ડૉ. મૉન્ટેસૉરી એક અસાધારણ પ્રતિભાશાળી બાનુ છે. ડૉક્ટર, તત્ત્વવેત્તા અને ગણિતશાસ્ત્રી હોવા ઉપરાંત તે એક અદ્ભુત કેળવણીકાર છે. એનામાં સ્વયંસ્ફુરણા, સર્જનશક્તિ અને શોધકબુદ્ધિની કુ દરતી બક્ષિસો છે, એમ કહ્યા વિના ચાલતું જ નથી. એનું વ્યક્તિત્વ આપણા પર સજ્જડ છાપ પાડે તેવું છે. એના સહવાસમાં આવેલાઓ એનાથી ચકિત થઈ

(મૉન્ટેસૉરી પદ્ધતિમાંથી) 

116

[ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીવિચાર: અધ્યયનની સમસ્યા અને સંભાવના અવધ પ્રસાદ શબ્દસ્થ થયેલું ગાંધીજીનું પોતાનું સાહિત્ય વિપુલ છે. ગાંધીજીના આ સાહિત્યને આધારની રીતે સુઆયોજિત અને સચોટ બનાવવાનું જંગી કાર્ય અંગ્રેજી ભાષામાં The Collected Works Of Mahatma Gandhiના સો ગ્રંથોમાં થયું છે. આ જ કાર્ય હિન્દીમાં संपूर्ण गांधी वाङ्मय અને ગુજરાતીમાં ગાંધીજીનો અક્ષરદેહ (1થી 82 સુધીના ગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યા છે)ના નામે પ્રકાશિત થયું છે. વિશ્વમાં અન્ય કોઈ વ્યક્તિના લખાણનું આટલું સુવ્યવસ્થિત દસ્તાવેજીકરણ થયું નથી. ગાંધીજીના આ લખાણોમાં રાજકીય, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને નૈતિક વિષયો સિવાય પણ અનેક વિષયોનો સમાવેશ થાય છે. જોકે, સમયાંતરે ગાંધીજીએ પોતાના જ વ્યક્ત વિચારો વિશે કહ્યું છે કે, “મારામાં ઉત્તરોત્તર ફે રફાર અથવા વૃદ્ધિ, જ ે કહો તે થવાનો સંભવ છે” આ ફે રફાર અને વૃદ્ધિ થયા પણ છે અને એટલે જ તેમણે પોતાના લખાણો વિશે ગેરસમજ ઊભી ન થાય તે માટે સ્પષ્ટતા કરીને લખ્યું છે કે, “મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને” (હરિજનબંધુ, 30 એપ્રિલ 1933) ગાંધીજીના લખાણની સરળતા અને સમયાંતરે થયેલી સ્પષ્ટતા પછી પણ ડૉ. સર્વપલ્લી રાધાકૃ ષ્ણન નોંધે છે તેમ “ગાંધીજીના મત અને વિચારની ઢબને લીધે, તેમના વિશે આજ ે ઘણી ગેરસમજ ઊભી થઈ છે” (4 એપ્રિલ, 1945) ગાંધીજીના વિચારોની આ વિસંગતિઓને તબક્કાવાર અને સંદર્ભ સાથે ન જોઈએ તો તેમાંથી સાચું તારણ ન નીકળે. ગાંધીસાહિત્યના અભ્યાસી અને કુ મારપ્પા ઇન્સ્ટિટ્યુટ ઓફ ગ્રામ સ્વરાજ, જયપુરના ડિરે ક્ટર અવધ પ્રસાદે ગાંધીવિચારના અધ્યયનમાં પડતી મુશ્કેલીઓ અને તેમાં રહે લી સંભાવના અંગે ગાંધીમાર્ગ (અંકૹ એપ્રિલ, 1973) સામયિકમાં વિગતે વિશ્લેષણ કર્યું છે. અહીં તેનો સંપાદિત અનુવાદ આપ્યો છે…

ગાંધીજીએ 1909માં હિં દ સ્વરાજ્ય લખ્યું. કરી શકાય. દક્ષિણ આફ્રિકાના આરં ભિક વર્ષોમાં

હિં દ સ્વરાજ્ય પશ્ચિમી સભ્યતાની કડક ટીકા કરે છે; અને તે સ્વરાજ્યની આવશ્યકતા અને નવી સભ્યતાનું સ્વપ્ન પણ સેવે છે. હિં દ સ્વરાજ્યની જ ેમ ગાંધીજીના અન્ય લેખો, વક્તવ્યો, મુલાકાતો અને પત્રોના અધ્યયનનું માળખું ઘડવું તે એક મોટો પડકાર છે. ગાંધીજીનું સાહિત્ય વ્યાપક છે અને તે જ તેમનાં જીવન અને પ્રયોગને દર્શાવે છે. તેમના શબ્દોના જ સંદર્ભમાં તેનો અર્થ કરી શકાય. પોતાનાં જીવનનાં પચાસ વર્ષના કાર્યકાળમાં અત્યંત વ્યસ્ત વ્યાવહારિક, રાજકીય કાર્યમાં તેમનાં વિવિધ લખાણો, વક્તવ્યોમાં અનેક અસંગતિઓ પણ આવી, ભૂલો પણ થઈ, જ ેમાં એકાદ ભૂલને તો ગાંધીજીએ હિમાલય સમી ગણાવી હતી અને તેનો સુધાર પણ કર્યો. આ અસંગતિઓમાં ઉદાહરણ તરીકે બ્રિટિશ સામ્રાજ્ય તરફના તેમના દૃષ્ટિકોણનો પણ ઉલ્લેખ नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૮]

અને ત્યાર પછી પણ ગાંધીજી બ્રિટિશ સામ્રાજ્યને શરતાધીન સહયોગ આપતા રહ્યા. પ્રથમ વિશ્વયુદ્ધમાં પણ ગાંધીજીએ એવું જ વલણ અપનાવ્યું હતું. તેમનો ઉદ્દેશ્ય સમગ્ર ભલાઈમાં આસ્થા દાખવવાનો હતો અને જનરલ સ્મટ્સ જ ેવા કૂ ટ રાજનીતિજ્ઞના વાયદાઓમાં પણ તેઓ વિશ્વાસ દાખવતા હતા! આ રીતે તેમણે પ્રતિપક્ષ પર વિશ્વાસ કરવાનું ક્યારે ય છોડ્યું નહોતું. આ અંગે તેમણે લખ્યું છે કે, અવિશ્વાસ કરતાં વિશ્વાસ કરીને દગો ખાવો, તે વધુ સારી બાબત છે. જોકે પછીથી તેઓ આ જ સામ્રાજ્યને શેતાની રાજ માનતા; અને તે સામ્રાજ્યને મિટાવવાના પ્રયાસાર્થે નેતૃત્વ કરતા રહ્યા. એ જ પ્રમાણે 1909માં જ્યારે હિં દ સ્વરાજ્ય લખાયું ત્યારે તેમનો મિલ વિશેનો મત ટીકાત્મક હતો. પણ પાછળથી મિલ વિશેના દૃષ્ટિકોણમાં તેમના 117


વિચારોમાં એટલું પરિવર્તન આવ્યું હતું કે, તેઓએ હિં દુસ્તાનની સ્થિતિ જોતાં મોન્ચેસ્ટરના કપડાંના બદલે હિં દુસ્તાનની મિલોને પ્રોત્સાહન આપીને જો જરૂરિયાત પૂરતું કાપડ ઉત્પાદન થતું હોય તો તેમ કરવું જોઈએ, તે મતલબનું કહ્યું હતું. આ ઘટનાના પચ્ચીસ વર્ષ બાદ 1946માં ગાંધીજી સાથે થયેલા સવાલ-જવાબમાં તેમણે ત્યાં સુધી કહ્યું છે કે, યંત્રો વિશે કેટલાક કિસ્સામાં અનિવાર્ય કેન્દ્રિત ઉદ્યોગોની આવશ્યકતાનો પણ સ્વીકાર કરવો રહ્યો. આમ તો ગાંધીજી યંત્રોના ક્યારે ય વિરોધી રહ્યા નથી. તેમણે જ લખ્યું છે કે, મનુષ્યનું શરીર પણ એક સારું યંત્ર જ છે ને! ચરખો પણ એક યંત્ર છે; પછી એવું યંત્ર જો શ્રમને સુખદ બનાવે અને કરોડોને બેકાર બનાવ્યા વિના અતિ શ્રમથી બચાવે તો તેવાં યંત્રના સ્વીકારમાં તેમને બાધ ન હતો. આ પ્રકારે યંત્ર વિશે આરં ભિક વક્તવ્યોમાં અને તે પછીના વક્તવ્યોમાં ઘણી અસંગતિ જોવા મળે છે. આ મુદ્દાઓ સિવાય, બ્રિટિશ સામ્રાજ્ય, યંત્રો અને સંપત્તિ વિશે ગાંધીજીનાં અનેક વક્તવ્યો, ભાષણો અને લેખોમાં પણ અસંગતિઓના નમૂના એકઠા કરી શકાય. પરં તુ જો ગાંધીજીના પ્રયોગ અને તેમની વ્યાખ્યાઓનો તબક્કાવાર અભ્યાસ કરવામાં આવે તો આ પ્રકારની અસંગતિને વિચારભેદ કહે વાને બદલે ગાંધીજીના વિચારોની વ્યાવહારિક વિકાસની નિશાની કહે વું વધુ યોગ્ય કહે વાશે. ગાંધીજીએ પોતાના વાચકો અને ભાષ્યકારોને એટલે જ નિવેદન કર્યું છે કે, “મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમજ એમાં રસ 118

લેનાર બીજાઓને કહે વા ઇચ્છું છુ ં કે, મને સર્વકાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છુ .ં ઉંમરમાં હં ુ ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જ ેવું જણાય ત્યારે , જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.” આ રીતે ગાંધીજીએ તેમની ઘણી માન્યતાઓને છોડી અને નવી વાતોને ગ્રહણ કરી છે. તેમના આંતરિક વિકાસનું આ સૂચક છે. તેમની ટિપ્પણી મુજબ તો વિરોધની સ્થિતિમાં એક જ વિષયના લખેલા બે લખાણમાંથી પાછલાને પ્રમાણભૂત માનવાં જોઈએ. હવે જો અસંગતિઓના આ પ્રશ્નને અલગ કરી દઈએ તો પણ ગાંધીજીએ તેમના પચાસ વર્ષોના સક્રિય જીવનમાં આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક, આહાર સંબંધિત તથા નીતિગત પ્રશ્નો પર એટલા વિસ્તારથી લખ્યું છે કે ગહન અભ્યાસ વિના તેના સંદર્ભ ટાંકવા મુશ્કેલ થઈ જાય. વ્યાવહારિક જીવન અને ચિંતનમાં આર્થિક, રાજકીય, સામાજિક પાસાંઓને અલગ-અલગ રાખવાં અશક્ય છે. જોકે શાસ્ત્રીય અભ્યાસની રીતે [ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


આ ભેદ જરૂરી છે. માટે જ પ્રશ્ન થાય છે કે, ‘ગાંધીજીનો અક્ષરદેહ’માંથી શુદ્ધ આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક મુદ્દાઓની પસંદગી કેવી રીતે કરવી? આ પડકાર વધુ જટિલ એ કારણસર છે કે ગાંધીજી આર્થિક અને નૈતિક પ્રશ્નોને અલગઅલગ તારવીને નથી જોતા. ગાંધીજી મુજબ ખરું અર્થશાસ્ત્ર નીતિ-નિયમો પર જ આધારિત છે. પરં તુ વિશ્લેષણની દૃષ્ટિએ શુદ્ધ આર્થિક અને નૈતિક પક્ષે વિશ્લેષણ કરવું; અને નીતિ નિર્ધારક તત્ત્વો વચ્ચે ભેદ કરવો જરૂરી છે. આર્થિક અને નૈતિક પાસાંઓનું અંતર ગાંધીજીના વૈજ્ઞાનિક અભ્યાસની મુખ્ય સમસ્યા છે. બીજો મુદ્દો એ છે કે એવી કોઈ પ્રયોગશાળા નથી જ્યાં સિદ્ધાંતો અને વ્યવહારોની પરખ કરી શકાય. ગાંધીજી પોતાને એક વ્યવહારુ આદર્શવાદી કહે તા. વ્યવહાર અને આદર્શનો જ ે હદ સુધી સમન્વય શક્ય છે, એ બિંદુ સુધી ગાંધીજી પહોંચ્યા છે. પોતાના જીવનના અંતિમ દિવસોમાં જ દેશના નેતૃત્વએ ગાંધીજીના કેટલાક વિચારોનો અસ્વીકાર કરવાની શરૂઆત કરી દીધી હતી. ગાંધીજીના અવસાન બાદ આર્થિક પુનઃનિર્માણ માટે તેમની દૃષ્ટિનો છેદ ઉડાડીને આર્થિક બાબતના પશ્ચિમી સિદ્ધાંત અને નીતિઓનો અમલ શરૂ થઈ ચૂક્યો હતો. સ્વાભાવિક છે કે આ અમલની પૃષ્ઠભૂમિમાં જ ે મોડલ છે, તે મૂડીવાદીઓ અને માર્ક્સવાદીઓના પ્રતિબિંબનું મિશ્રણ છે. તેમાં ક્યાંય ગાંધીજીના સ્વરાજ્યનું સ્વપ્ન અને તેમના વિચારને રજૂ કરતો કોઈ આદર્શ નહોતો. એમ તો પ્રતીકરૂપે ખાદી અને ગ્રામોદ્યોગની ચર્ચા થાય છે અને વિકેન્દ્રીકરણ શબ્દનું પણ રટણ થાય છે. ગાંધીજીનું નામ પણ લેવાય છે. પરં તુ આપણાં આર્થિક જીવન અને ચિંતનના આધારની ભેટ હવે પશ્ચિમના દેશો તરફથી મળે છે! ભારત મૂડીવાદી અને સામ્યવાદી नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૮]

સિદ્ધાંતોની વચ્ચે સ્પર્ધાના મેદાનમાં ઊભું છે. તમામ આર્થિક અને રાજકીય માળખાના બંધારણમાં આ જ બે વૈચારિક જૂ થોની નકલ કરવામાં આવે છે. તેમાં દેશ અને આપણી સ્થિતિને તદ્દન ભુલાવી દેવામાં આવી છે. તેનું પરિણામ એ આવ્યું છે કે આજ ે ગાંધીજીના અર્થશાસ્ત્રની અથવા તો કહો કે અન્ય ગાંધીવિચારધારાની વ્યવહારુ પરિક્ષણની કોઈ પ્રયોગશાળા અસ્તિત્વમાં રહી નથી! ભારત ગાંધીજીના પ્રયોગોનો દેશ રહ્યો છે, અને હવે ત્યાં જ કોઈ પ્રયોગની શક્યતા નથી, તો બીજ ે તેના અવકાશની શક્યતા કેવી રીતે મળે. આ સિવાય ગાંધીજી આજના રૂઢ અર્થમાં સમાજવાદી નહોતા. આધુનિક આર્થિક અને સામાજિક સિદ્ધાંતોનો તેમનો અભ્યાસ ગહન નહોતો. એટલે જ ગાંધીજીની સમાજશાસ્ત્રની દૃષ્ટિ, પરિભાષા, તેની શબ્દાવલી, વિશ્લેષણ પદ્ધતિ, પશ્ચિમી સામાજિક વિજ્ઞાનની દૃષ્ટિથી ભિન્ન છે. આજના બુદ્ધિજીવીઓને પણ તે વિચારણીય નથી લાગતી. ભારતીય બુદ્ધિજીવી પણ પોતાના શિક્ષણ અને અભ્યાસથી પશ્ચિમના વિચારો એ હદે ગ્રહણ કરી ચૂક્યા છે કે, તેઓ ગાંધીજીની પરિભાષાને વાસ્તવમાં સમજ્યા જ નથી. ખરે ખર તો તેઓ સમજવા ઇચ્છતા જ નથી! સત્ય, અહિં સા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ જ ેવા શબ્દો અને તેના અર્થછાયાનો 119


પશ્ચિમી પરિભાષાઓના શબ્દોમાં તાલમેલ બેસાડવો અને એ પ્રમાણે જ ઉપયોગમાં લેવો તે પશ્ચિમી અધ્યયનનો સૌથી મોટો પડકાર છે. ગાંધીસાહિત્યના અભ્યાસની મુખ્ય સમસ્યા સમયાંતરે થતા અભ્યાસમાં આવતું અંતર છે. અહિં યા આપણે એવું માનીને આગળ વધીએ છીએ કે કોઈ પણ સિદ્ધાંતની કસોટી તેની વ્યાવહારિકતા છે. માત્ર સિદ્ધાંતનું મહત્ત્વ ન હોઈ શકે, એટલે વ્યવહાર અને સિદ્ધાંતના સાથે થતા અમલથી અધ્યયનની એક પરં પરા ઘડાય છે. ઐતિહાસિક દૃષ્ટિએ આપણે જોઈ શકીએ છીએ કે માર્ક્સવાદના વિચારોના અધ્યયનની પરં પરાનો વિસ્તાર વિશેષ રીતે સામ્યવાદી ક્રાંતિ પછી જ થયો. જો સામ્યવાદી ક્રાંતિ ન થઈ હોત તો, માર્ક્સવાદની વિચાર પરં પરા આજ ે આટલી વિકસિત ન થઈ હોત. વ્યવહારથી વિચારની ગુણ-મર્યાદા આપણી સામે આવે છે. આ સ્થિતિમાં તેના અધ્યયનની પરં પરા બને છે, લોકો તેના અધ્યયન માટે આકર્ષિત થાય છે. આંદોલન અને અધ્યયનની પરં પરાના સંબંધમાં આ વિચાર કરી લેવો યોગ્ય છે. આંદોલન એટલું પ્રભાવી હોય, એટલું ઠોસ હોય કે તેના દ્વારા સમાજમાં એક માન્યતા દૃઢ થાય કે તેની ઉપયોગિતા સામાન્યજનમાં સ્વીકાર્ય બની શકે. સામાજિક માન્યતા વિના કોઈ પણ વિચારના અધ્યયનની પરં પરા આગળ ધપાવવી મુશ્કેલ છે. આના કેટલાક પુરાવા પણ મોજૂ દ છે. આજ ે ગાંધીવિચારને ન તો કોઈ સામાજિક માન્યતા છે અને ન તો સરકાર માટે તેની કોઈ ઉપયોગિતા છે, એટલે જ તેના અધ્યયન-અનુસંધાનની આપણા શિક્ષણમાંય કોઈ વ્યવસ્થા નથી. જ્યાં કંઈ થોડી ઘણી વ્યવસ્થા છે ત્યાં પણ લોકો આ અભ્યાસ માટે આગળ આવતા નથી. ગાંધીજીએ શરૂઆતથી જ નઈ તાલીમ પર જોર આપ્યું છે. તેમની માન્યતા મુજબની શિક્ષણ 120

પ્રણાલી જ સમાજ પરિવર્તનની પ્રક્રિયા છે. તેમણે એ ધ્યાનમાં રાખીને જ શિક્ષણમાં નઈ તાલીમની એક નવી ક્રાંતિકારી રૂપરે ખા ઘડી હતી. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે આ પદ્ધતિનો અમલ પણ કરાવ્યો, પરં તુ ત્યાર બાદ આનું સંચાલન જ ેમના હાથમાં ગયું, તેમણે આ પદ્ધતિને નિષ્ફળ જાહે ર કરી દીધી. તેમણે આવું માત્ર એ માટે નહોતું કર્યું કે નઈ તાલીમની મર્યાદાઓ તેમને દેખાઈ, બલકે એ માટે કર્યું કે સમાજ તે માટે ઉત્સાહ દાખવતો નહોતો. અન્ય કારણો સિવાય સમાજ તરફથી અમાન્યતા અને અગ્રાહ્યતાને કારણે નઈ તાલીમનો બહોળો સ્વીકાર ન થઈ શક્યો. નઈ તાલીમની પ્રણાલી અસફળ રહી તો તેનો યોગ્ય અભ્યાસ પણ ન થયો. આ સિવાય અધ્યયનની પ્રણાલીના સંબંધમાં બે પ્રકારના મત હોઈ શકે. જ ેમ કે એક મત મુજબ ગાંધીજીની રજૂ આત પશ્ચિમી સમાજ વિજ્ઞાનની રીતે થાય તો જ તે પશ્ચિમી માનસિકતામાં ગ્રાહ્ય બની શકે, નહીંતર નહીં. બીજો મત એવો છે કે ગાંધીજીના વિચારોને ગાંધીજીની ભાષા, પરિભાષા, શબ્દ અને તેના અર્થમાં જ રજૂ કરવા જોઈએ. જ્યાં સુધી પ્રથમ પ્રણાલીનો પ્રશ્ન છે. ગાંધીવિચારને અનેક કારણોથી પશ્ચિમી શાબ્દિક પરિભાષામાં ફિટ બેસાડી દેવા શક્ય નથી. એટલે આપણે ઇચ્છીએ કે ગાંધીવિચારનું અધ્યયન કરવા ગાંધીજીની ભાષા, પરિભાષા અને શબ્દો વિશેષ અર્થના સંદર્ભમાં જ કરવામાં આવે. ગાંધીજીના વિચારોમાં જ ે શબ્દોનો ઉપયોગ થયો છે, તે પોતાનો એક વિશેષ અર્થ ધરાવે છે. ગાંધીવિચારમાં જ ે અર્થ છે, તે જ અર્થમાં વ્યક્ત થનારા શબ્દ પહે લાં તો પશ્ચિમી સિદ્ધાંતોમાં મળતા નથી અને જો મળી જાય તો ગાંધીજી દ્વારા વ્યક્ત થતા શબ્દોના અર્થને આંશિકરૂપે જ પ્રગટ કરે છે. [ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


છે, જ ે પશ્ચિમી વિચારોથી તદ્દન ભિન્ન છે. વળી, ગાંધીવિચારધારા પરં પરાગત પશ્ચિમી વિચારનું વિકસિત સ્વરૂપ તો છે જ નહીં; જ ેને તેના વિચારથી આગળનું ડગ માની શકીએ. પશ્ચિમી વિચારોના વિકાસની એક પરં પરા છે, પશ્ચિમની પોતાની જીવન-પદ્ધતિ છે અને પોતાના પડકાર છે. તે પશ્ચિમી સિદ્ધાંતો તેમના જ ઉકેલ અર્થે રચવામાં આવ્યા છે, વિકસિત કરવામાં આવ્યા છે. તેમાં તેમનો નિહિત સ્વાર્થ પણ છે. ભારતમાં ન તો એવા કોઈ પડકાર છે અને ન તો તે રીતે સિદ્ધાંતનો અમલ જરૂરી છે. ગાંધીજીએ પણ જ ે આર્થિક અને સામાજિક વિચાર આપ્યા છે અને તેના પર જ ે સિદ્ધાંત વિકસિત થયા છે, તે અન્ય દેશોમાં થનારા આર્થિક અને સામાજિક સિદ્ધાંતોના વિકાસની પરં પરાથી સર્વથા ભિન્ન છે. અર્થ અને વ્યાખ્યાની દૃષ્ટિથી પણ તે ભિન્ન છે. એ જરૂરી છે કે ગાંધીજીએ જ ે વિચાર રજૂ કર્યા છે અને તેના પર જ ે સિદ્ધાંત વિકસિત થયા છે તે વર્તમાન પશ્ચિમી સમસ્યાના ઉકેલ અર્થે પણ ઉપયોગી થઈ શકે છે, અને એ સીમા સુધી તે સિદ્ધાંતોને પશ્ચિમી સિદ્ધાંતો સાથે જોડી શકાય. આ તો પશ્ચિમી પરં પરાગત સિદ્ધાંતોમાં ગાંધીવિચારને બેસાડવાની થતી મુશ્કેલીની વાત છે. તેનો ઉકેલ શું હોઈ શકે? શું ગાંધીવિચાર એક પ્રણાલીનું રૂપ ન લઈ શકે? ગાંધીજીના વિચારની એક પૂર્ણ પ્રણાલી નિર્માણ કરી શકાય. આ પ્રણાલી દ્વારા પારિભાષિક શબ્દાવલી પણ વિકસિત કરી શકાય. ગાંધીવિચાર અને વ્યવહાર જ ેટલો આ પરિભાષાઓમાં ગ્રાહ્ય થશે એટલો પશ્ચિમના વિજ્ઞાનમાં નહી થાય.

દાખલા તરીકે, ગાંધીજીના સ્વદેશી શબ્દનો વ્યાપક અર્થ પશ્ચિમી અર્થશાસ્ત્રમાં નથી. તેનો અનુવાદ કરી શકાય છે, પરં તુ સ્વદેશી શબ્દનો ખરો ભાવ આ અનુદિત શબ્દથી વ્યક્ત ન કરી શકાય. કારણ કે કોઈ શબ્દ, જ ે-તે દેશમાં વર્ષોના વ્યવહારથી એક નિશ્ચિત અર્થ ગ્રહણ કરી લે છે. તેનો ખરે ખર અર્થ ત્યાંની પ્રકૃ તિ અને પરં પરાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ જ વાત ભારતના પ્રાચીન અર્થશાસ્ત્ર, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વગેરે શબ્દોના સંદર્ભે પણ છે. એટલે સુધી કે અર્થશાસ્ત્રનો અંગ્રેજી શબ્દ અનુવાદ ‘ઇકોનોમિક્સ’ ન કરી શકાય! પશ્ચિમી સિદ્ધાંતોમાં ગાંધીજીના સિદ્ધાંતોને બેસાડી દેવા અંગેનો બીજો પડકાર એ છે કે, ગાંધીજી દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતોને કોઈ પણ શાસ્ત્રમાં પૂરી રીતે બેસાડી દેવા અશક્ય છે. તેમણે ક્યારે ય કોઈ શાસ્ત્ર તબક્કાવાર વ્યાખ્યાયિત કર્યું નથી. એટલે જ્યારે આપણે તેમના વિચારોમાંથી અર્થશાસ્ત્રનાં તત્ત્વોને તારવીને, આધુનિક અર્થશાસ્ત્રના પ્રચલિત સિદ્ધાંતોમાં બેસાડવાનો પ્રયાસ કરીએ તો તેમાં નિષ્ફળતા જ સાંપડે છે. આ જ સ્થિતિ તેમના સમાજશાસ્ત્રના વિચારોની છે. તેમણે ક્યારે ય પારિભાષિક અર્થોમાં સમાજશાસ્ત્રનો સિદ્ધાંત રચ્યો નથી. તેમ છતાં તેમના સિદ્ધાંતોનું વૈજ્ઞાનિક અધ્યયન તેમની ભાષા અને પરં પરામાં કરી શકાય છે. આ સંદર્ભે આપણે દાખલા અર્થે મજૂ રીના સિદ્ધાંતને લઈએ. તેમણે મજૂ રીનો કોઈ સિદ્ધાંત રચ્યો નથી. પરં તુ મજૂ રી વિશે તેમના નિશ્ચિત વિચાર છે અને તેને એક વ્યવસ્થિત રૂપ આપી શકાય છે. જો તેમ થાય તો મજૂ રી નિર્ધારણની દૃષ્ટિએ તેમના વિચાર ચોક્કસ ઉપયોગી થશે. અર્થશાસ્ત્રના ઉદ્દેશ્ય વિશે પણ તેમના પોતાના વિચાર 

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૮]

121


ગુજરાત સ્થાપના દિન: રવિશંકર મહારાજની અપે�ા 1લી મે 1960ના દિને ગુજરાત રાજ્યની સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે, હરિજન આશ્રમઅમદાવાદ ખાતે થઈ હતી. સુરાજ્યની અપેક્ષા સાથે સ્થપાયેલાં રાજ્યમાં જમીની સ્તરે કેટલાંક પરિવર્તનનો આવ્યાં છે, પણ રાજ્ય સ્થપાયાને સાઠ વર્ષ થવા આવ્યાં હોવા છતાં પણ રવિશંકર મહારાજ ે સ્થાપના દિને જ ે અપેક્ષાઓ રાજ્ય તરફથી સેવી હતી, તે પૂર્ણ થવામાં હજુ દાયકાઓ વીતશે તેમ લાગે છે. આપણા શાસકો અને પ્રજા તરીકે આપણે સૌ રવિશંકર મહારાજ ે સેવેલી અપેક્ષાઓમાં ખરા નથી ઊતર્યા તેનો અહે સાસ આ વક્તવ્ય વાંચતી વેળાએ થાય છે. આજ ે દેશમાં ૧૮૮૪ • ૧૯૮૪ જ ે સ્થિતિ પ્રવર્તી રહી છે, તેમાં રવિશંકર મહારાજનું પ્રસ્તુત વક્તવ્ય પ્રજા અને શાસકને પોતાની ફરજની જવાબદારી તરફ સજાગ કરશે તે અપેક્ષાએ અહીં રજૂ કર્યું છે…

આજ ે ગુજરાતનું રાજ્ય સ્થપાઈ રહ્યું છે તે વખતે ખાધવાળો પ્રદેશ ગણાતો હોય, તોપણ થોડા વખતમાં

પૂ. ગાંધીજીની ભવ્ય મૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમ જ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર સમક્ષ તરવરે છે. વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા. પૂ. સરદારશ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે. તેમને નમ્રભાવે પ્રણામ કરી મારી ભાવભીની અંજલિ અર્પણ કર્યા સિવાય રહી શકતો નથી. દેશને માટે જ ેમણે નાનીમોટી કુ રબાનીઓ અને પ્રાણ અર્પ્યા છે, તે સૌ નામી-અનામી રાષ્ટ્રવીરોને આદરભાવે વંદન કરું છુ .ં રાષ્ટ્રપિતા ગાંધીજીની નજર સમક્ષ દરે ક ક્ષણે ભારતનું ગામડુ ં અને ગામડાંની પ્રજા રહે તી. એમના વિકાસમાં એ ભારતનો વિકાસ જોતા. આપણા ગુજરાતનાં ગામડાંઓમાં કુ શળ, ખંતીલા અને ખૂબ મહે નતુ ખેડૂતો છે. ભણેલા ન હોવા છતાં ધંધારોજગાર ચલાવવામાં અતિશય કુ શળ એવા આપણે ત્યાં સુંદર કારીગરો છે. વહાણવટુ ં કરવામાં કુ શળ એવા દરિયાકાંઠ ે વસતા દરિયાખેડુઓ પણ છે, અને ગુજરાતની પ્રજા પાસે અર્થવ્યહારમાં કુ શળ અને કરકસરિયા એવા વ્યવહારકુ શળ મહાજનો પણ છે. આ બધાની શક્તિને ગુજરાતના હિતમાં ચાહના મળે તો ગુજરાત ભલે નાનું રાજ્ય હોય, ભલે અત્યારે 122

સમૃદ્ધ બની શકે એ વિશે મારા મનમાં બિલકુ લ શંકા નથી. સ્વરાજ્ય મળ્યા પછી દેશભરમાં ઘણાં વિકાસકાર્યો થયાં છે. રાષ્ટ્રની સંપત્તિ તેમ જ પેદાશ પણ વધી હશે. પણ એની યોગ્ય વહેંચણી થાય તો જ આપણે સમતા અને શાંતિની દિશામાં પ્રયાણ કર્યું કહે વાય. યોગ્ય વહેંચણી કરવાનો રસ્તો ધનદોલતની લહાણી કરવી એ નથી, પણ આપણે ત્યાંની એક એક સશક્ત વ્યક્તિને એને લાયકનું કામ મળી રહે અને હોંશે હોંશે એ કામ કરવાનો તેના દિલમાં ઉત્સાહ પ્રગટે એ કરવાની ખૂબ જરૂર છે. આપણે ત્યાંની માનવશક્તિનો અને કુ દરતી બક્ષિસોનો ઉપયોગ થાય તો આપોઆપ સંપત્તિ અને સમૃદ્ધિ પણ વધવાની અને યોગ્ય વહેંચણી પણ થવાની. આવું કરવું હશે તો આપણે ખેતી અને ગોપાલન તરફ આજ ે આપીએ છીએ તેથી પણ વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ એ કદી શોષણનું સાધન ન બનવી જોઈએ. આપણું ગોધન અને પશુધન ખાંડુમં ાંડુ ં હવે નહીં ચાલે, પણ જોઈને આંખ ઠરે એવું ગોધન હોવું જોઈએ. જ ે દેશમાં દૂધ-ઘીની નદીઓ વહે તી, એ દેશમાં ચોખ્ખાં ઘીદૂધ મળવાં દુર્લભ થાય એ આપણી કેવી દુર્દશા [ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


કહે વાય! એ સ્થિતિ ટાળવી જ જોઈએ. ગોસંવર્ધન અને ગૌસેવા એ જ એનો સાચો ઇલાજ છે. ગોવધબંધી જ ેમ અમદાવાદ શહે રે અને સૌરાષ્ટ્રે કરી છે, એમ આખા ગુજરાતમાં થવી જોઈએ. એમ થશે તો મને બહુ ગમશે. પણ ઉત્તમ ગોપાલન એ જ ખરે ખર ગોસેવાનો સાચો માર્ગ છે એ કદી ભૂલવા જ ેવું નથી. આજ ે અનાજ આપણે પરદેશથી મંગાવવું પડે છે. આ સ્થિતિ આપણે માટે ખતરનાક અને શરમજનક છે. અનાજની બાબતમાં ગુજરાતે સ્વાવલંબી બનવાનો નિર્ધાર કરવો જ જોઈએ. અને એ સાથે સુવ્યવસ્થિત યોજના ઘડીને દેશને માર્ગદર્શન આપવું જોઈએ. સ્વરાજ્ય મળ્યા પછી અતિ પવિત્ર ઉત્પાદક શ્રમશક્તિ દિવસે દિવસે આપણામાં ઘટતી જાય છે અને પ્રજાનું મોં વધારે ભોગ તરફ જઈ રહ્યું છે. એ ભોગપ્રાપ્તિ માટે એને અન્ન અને ઘી – દૂધ કરતાં સિક્કાની અગત્ય વધુ સમજાવા લાગી છે. તેથી ખેતી જ ેવો પવિત્ર ધંધો કરનારા ખેડૂતો પણ સિક્કા પાછળ પડ્યા છે. પણ આ બધાનું ખરું કારણ છે સુધરે લા ગણાતા ભદ્રસમાજનો આચાર. આપણા આ વર્ગે સ્વરાજ્ય મળ્યા પછી ત્યાગને ભોગ તરફની રૂખ બતાવી છે. એટલે એ દિશાએ સામાન્ય જન પણ વળ્યા છે. આ કારણે જીવનમાં બધાં ક્ષેત્રોમાં તાણ અને અસંતોષનું ભાન થવા લાગ્યું છે. માણસ વધારે પૈસા પાછળ દોટ કેમ કાઢે છે? એને જ ેટલું મળે છે એટલું ઓછુ ં કેમ પડે છે? એનું મોં સંગ્રહ તરફ અને વધુ સુખોપભોગ તરફ કેમ વધે છે? આ વૃત્તિ રોકવા માટે ચીનની જ ેમ આટલાં કપડાં પહે રો, આમ જ કરો, આમ જ વર્તો એવા વટહુકમો ભલે બહાર ન પાડીએ, પરં તુ આપણા પ્રધાનો, આપણા આગેવાનો અને આપણા અમલદારો તથા આપણા મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૮]

સાદાઈ અને કરકસરનું તત્ત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપી શકશે. બંગલાઓ, મોટરો, ફર્નિચર, મોટાઈ દેખાડવાની રીતભાતો, હોટેલો, મિજબાનીઓ, એ સૌમાં સાદાઈ અને કરકસરની છાપ પડવી જોઈએ. રાજ્યનાં કામોમાં તો ઠીક, પણ અંગત જીવનમાંય એ તત્ત્વો દેખાવા લાગશે તો પ્રજા પર એની જાદુઈ અસર પડશે. આજ ે લાંચ અને રુશવત અને કાળાબજારની બદીઓ ઠેર ઠેર જોવા મળે છે. એ માટે રાજ્યે અને પ્રજાજનોએ સહકાર સાધીને એને દૂર કરવાનો દૃઢ નિર્ધાર કરવો પડશે. આપણને સ્વરાજ્ય મળ્યાને આજ ે બાર બાર વર્ષનાં વહાણાં વાયાં, એમ છતાં આપણા સામાન્ય જનોને આપણું રાજ્ય પરાયા જ ેવું લાગે છે, કારણ કે આપણા વહીવટની ભાષા હજી અંગ્રેજી ચાલે છે. લોકોની ભાષામાં લોકોનો વહીવટ ન ચાલે, લોકો સમજી શકે એવી ભાષામાં શિક્ષણ ન અપાય, ત્યાં સુધી લોકોને ‘આ અમારું રાજ્ય છે અને એના ઉત્કર્ષ માટે અમારે પરિશ્રમ ઉઠાવવો જોઈએ’ એવી ભાવના નહીં જાગે, રાજ્ય માટેનો આત્મભાવ નહીં જાગે. એટલે ગુજરાતે સૌ પ્રથમ એવી જાહે રાત કરવી જોઈએ કે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલશે, શિક્ષણનું માધ્યમ પહે લેથી છેલ્લે સુધી ગુજરાતી જ રહે શે અને નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ ગુજરાતીમાં જ લેવામાં આવશે. પ્રાથમિક શિક્ષણનાં પ્રથમ સાત ધોરણમાંથી સ્વ. ખેર સાહે બની મુંબઈ સરકારે અંગ્રેજીને બાદ રાખવાની જ ે નીતિ વર્ષો પહે લાં જાહે ર કરીને અમલમાં આણી છે, એ બહુ ડહાપણભરી નીતિ છે, અને એને ગુજરાત રાજ્ય દૃઢતાથી વળગી રહે શે. શિક્ષણનું ધોરણ ઊતરી ગયું છે એને ઊંચું 123


લાવવા માટે શું કરવું જોઈએ, એની પણ ખૂબ વિચારણા કરવી પડશે. તુમારની ચુંગાલમાંથી પ્રજાને બચાવવાની યુક્તિ જો ગુજરાતનું રાજ્ય ખોળી કાઢશે તો પ્રજા ભારે રાહત અનુભવશે. કલેક્ટર અને મામલતદાર સ્થળ પર જઈને તુમારનો ઝટઝટ નિકાલ કરવા લાગે તો ઘણો બગાડ અટકી જશે. રૂબરૂ પતી જતું હોય એવું કામ તુમારે ન ચઢાવવું જોઈએ. મંત્રીઓ પણ શક્ય હોય ત્યાં કલેક્ટર વગેરેને મળીને વ્યવહારુ ઉકેલ કાઢશે તો બધાં બહુ મોટી રાહત અનુભવશે. વિક્રમરાજાની માફક આપણા મંત્રીઓ કે અધિકારીઓ ભલે વેશપલટો કરી નગરચર્ચા જોવા ન નીકળે, પણ કોઈ ખાતાની ઑફિસ ઉપર કે ચાલુ કામ ઉપર કોઈ પણ જાતની હોહા કે જાહે રાત કર્યા વિના કોઈ કોઈ વખતે જઈ પહોંચવાનો શિરસ્તો પાડશે તો એમને ઘણું જાણવાનું મળશે, અને કર્મચારીઓને એમનું કામ ઝડપથી અને સુંદર રીતે પાર પાડવાની ચાનક ચડશે. ભણેલા તેમ જ અભણને કામધંધો આપવો એ આજની મુખ્ય સમસ્યા છે. એ માટે ખાદી અને ગ્રામોદ્યોગ જ ેવા યોગ્ય ધંધારોજગાર શરૂ કરવા. જ ે ધંધાને રક્ષણ આપવાની જરૂર હોય તેને રક્ષણ આપવું અને વધુ બેકાર બનતા અટકે એવી શિક્ષણમાં પ્રણાલી ઊભી કરવી એમાં આપણી સફળતાની ચાવી પડેલી છે. નોકરી અને શિક્ષણની ડિગ્રી વચ્ચેનો સંબંધ છૂટો કરી દેવામાં આવે અને જ ે ધંધામાં જવા માટે જ ે આવડતની જરૂર હોય તે અંગેની પ્રવેશપરીક્ષા લઈને જ ઉમેદવારને દાખલ કરવાની પ્રથા અપનાવવામાં આવે તો શિક્ષણમાં જ ે ગંદકીઓ પેસે છે, તેમાંથી આપણે સહે જ ે બચી જઈ શકીએ. બધા પક્ષોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ એટલું સતત નજર સમક્ષ રાખે કે આપણા પક્ષ કરતાં પ્રજા 124

બહુ મોટી છે. સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્ત્વ ઓછુ ં આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જ ેવી છે. વિરોધ પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધપક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જ ેવું છે. પક્ષો એ ખરે ખર તડાં છે, ગામનાં તડાં પાડવાથી જ ેમ ગામની બેહાલી થાય છે, એમ રાષ્ટ્રનાં તડાં પડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે. બધા પક્ષવાળા ભલે આજ ે ને આજ ે પક્ષમાંથી મુક્ત ન થઈ શકે. પણ ગ્રામપંચાયતોમાં પક્ષો ન પેસે એનો તો આગ્રહ જરૂર આપણે રાખી શકીએ, અને ચૂંટણી દરમિયાન પક્ષનું ઝેર ફે લાતું અટકે એ માટે બધા પક્ષોએ શુદ્ધિ માટે પાળવા જ ેવા કેટલાક નિયમો નક્કી કરી એને અમલમાં મૂકવાની નીતિ સ્વીકારવી જોઈએ. તો જ આપણે પ્રજાને લોકશાહીની સાચી કેળવણી આપી શકીશું. લોકશાસનની સાચી ચાવી છે લોકકેળવણી. વહીવટ ચલાવવમાં રાજ્યકર્તાઓને દંડ શક્તિનો ઓછામાં ઓછો આશરો લેવો પડે અને ગોળીબાર જ ેવાં આકરાં પગલાં લેવાં જ ન પડે, એવી રીત શોધવી જોઈએ. તેમ છતાં કોઈ કારણસર ગોળીબાર અનિવાર્ય થઈ પડે તો તેની જાહે ર તપાસ કરાવવી જોઈએ. આજકાલ આપણે ત્યાં શહીદોની ચર્ચાઓ ચાલે છે, પણ એ વખતે જ ે બનાવો બન્યા હતા એ બહુ દુઃખદાયક હતા. છેવટે તો એ વખતે ઘવાયેલા કે મરાયેલા એ આપણા ગુજરાતનાં જ બાળકો હતાં, એ લાગણી તરફ પણ સહાનુભૂતિથી જોવું જોઈએ. તેમનાં માબાપોને પણ હં ુ વિનંતી કરું છુ ં કે તેઓ ગઈ ગુજરી ભૂલી જાય. પરમેશ્વર એમના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના. આજકાલ નાનાં નાનાં છોકરાંઓને હં ુ જોઉં છુ ,ં એમની સમજણ અને એમનું શૌર્ય અને એમનું પાણી જોઉં છુ ,ં ત્યારે હં ુ ખૂબ ખુશ થઈ જાઉં છુ .ં [ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ઝઘડાઓ મિટાવવામાં સ્વાવલંબી બનવું જોઈએ. ઉત્તમ તો એ છે કે લોકો પોતાનો વ્યવહાર પોતાની મેળે કરતા થાય અને રાજ્ય તેમાં સરળતા કરી આપે. ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ અલગ રાજ્ય બન્યાં. પણ છેવટે તો આપણે સૌ એક જ ભારત દેશના વાસીઓ છીએ. સર્વ પ્રાંતોના લોકો આપણા દેશબંધુઓ છે. સૌની ભાષાઓ એ આપણી જ ભાષા છે. જુ દા પડવાનું કે ભેગા રહે વાનું, આપણા સ્વાર્થ અને સુખ માટે નથી, પણ આખા રાષ્ટ્રની ઉન્નતિ અને સેવા કરવા માટે છે. આપણે એક જ નાવમાં બેઠલ ે ા છીએ એ વાત કદી ન ભૂલીએ. વળી આપણી પાસે ગુજરાતની મોટી કોમ, આદિવાસી જ ે જંગલમાં પડી છે તે કરકસર અને મહે નતથી જીવે છે પણ અજ્ઞાનતામાં જીવે છે. તો એ આદિવાસી કોમની ઉન્નતિ માટે આપણે ખૂબ લક્ષ આપવું પડશે. આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ. એટલે એમના વારસાને શોભાવીએ. પ્રભુ આપણને ગાંધીમાર્ગે રાજ્ય ચલાવવાની, ધનથી ગરીબ છતાં સંસ્કારથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદ્બુદ્ધિ આપે અને સુપંથે ચાલવાનું પ્રભુ બળ આપે એવી શુભ પ્રાર્થના કરીને આપણે નવું પ્રયાણ કરીએ. આપ સર્વેએ આ પ્રસંગે આ પવિત્ર કાર્યની શરુઆત કરવા માટે મને આગ્રહ કર્યો તે માટે તમારા સૌનો આભાર માનું છુ .ં સર્વેઽત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયાઃ।। સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત્ દુઃખમાપ્નુયાત્।।

પણ માબાપોએ કુ ટુબ ં ો મારફત અને પોતાના જીવન મારફત જ ે સુસંસ્કારો સિંચવા જોઈએ, એમાંથી આપણે કંઈક પાછા પડ્યા છીએ. કેવળ પૈસા અને મોટાઈ કમાવામાં પડ્યા છીએ. શિક્ષકો પણ એમના હાથમાં જ ે અમોલી મૂડી મૂકવામાં આવી છે, એની કેટલી જવાબદારી છે એનું ભાન પણ વીસર્યા લાગે છે. સરકાર તથા રાજકીય પક્ષો પણ કેળવણી તથા કેળવણીમાં કામ કરનારાઓ પ્રત્યે જ ેવું ધ્યાન આપવું જોઈએ તેવું નથી આપી શક્યા. આ ત્રણેય જો પોતાનું કર્તવ્ય બરાબર બજાવવા લાગી જાય તો આજ ે જુ વાનોની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ પ્રજાના હિતમાં વપરાતો થઈ જાય અને આપણે ખૂબ સુખી થઈ શકીએ. અસ્પૃશ્યતાનિવારણ માટે આપણી સરકારે ઉત્તમ કાયદો કરીને આપણું કલંક ધોયું છે. પણ વર્ષોથી સેવેલા ઊંચનીચના સંસ્કારો હજી પ્રજાજીવનના વ્યવહારમાંથી દૂર નથી થયા. એ માટે તો હજી આપણે પ્રજામાનસ કેળવવાનો ભગીરથ પુરુષાર્થ કરવો પડશે. એ વાત સ્ત્રીજાતિના પ્રશ્નને પણ એટલી જ લાગુ પડે છે. આ માટે તેમના સમાજોપયોગી કામોને પ્રતિષ્ઠા આપવી જોઈએ, અને ઊંચનીચના જાતિભેદ દૂર કરવા જોઈએ . આવો જ સવાલ દારુબંધીનો છે. એ અંગે આપણી જ ે નીતિ છે, તે ખરે ખર શ્રેષ્ઠ છે, તે ચાલુ રહે વી જોઈએ. તેને સંપૂર્ણપણે સફળ બનાવી શકીએ તો દેશને બહુ મોટો ફાયદો થાય. ખરી રીતે પૂ. વિનોબાજીએ આપણને ગ્રામસ્વરાજની જ ે રીત બતાવી છે, તે એ છે કે સરકાર પર બધો આધાર નહીં રાખતાં પ્રજાએ પોતે ગ્રામશક્તિ એકઠી કરીને ખોરાક, પોશાક, રક્ષણ, કેળવણી, આરોગ્ય અને આપસઆપસના

(મહારાજના મુખેથી અને બીજી વાતોમાંથી) 

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૮]

125


નવજીવન

નવરૂપ. . . નવસંસ્કરણ. . . નવપ્રવેશ. . .

બાળકથી લઈને વૃદ્ધ ઉપવાસીથી લઈને આહારી વટેમાર્ગુથી લઈને વિશિષ્ટ સ્થળના મુલાકાતી અને ગાંધીજીમાં રસ ધરાવનાર સૌ દેશવાસી-વિદેશનિવાસીને આમંત્રે છે. . . નવજીવન મંગળવારથી રવિવાર, બપોરના 12:૦0થી રાત્રિના 9:00 •

દેશભરના કલાકારોને પોતાની કલાકૃ તિના પ્રદર્શન માટે વિશાળ સ્પેસ અને આદર્શ પ્રકાશવ્યવસ્થા પૂરું પાડતું પ્લૅટફૉર્મ એટલે સત્ય આર્ટ ગૅલેરી

• યુવાનોને ગાંધીવિચાર સાથે જોડતું એસ્થેટિક સ્થાન એટલે કર્મ કાફે • ગાંધીજી અંગે વાંચવા-વિચારવા-ચર્ચવા ને ગાંધીસાહિત્ય ખરીદવા માટેનો

મુક્ત માહોલ એટલે કર્મ કાફે

લેખકો, કવિઓ, સાહિત્યકારો, કર્મશીલોને કળા, સાહિત્ય, સાંપ્રત મુદ્ દે ચર્ચાવિચારણા કરવા માટેનું મોકળું મેદાન એટલે કર્મ કાફે

• મિત્રમિલન હોય કે પારિવારિક-સામાજિક મેળાવડો, ખુલ્લા આકાશ હે ઠળ

શુક્ર-શનિ-રવિ સાત્ત્વિક ભોજનનો આનંદ આપતી ગાંધીથાળી જમવાનું ઠેકાણું એટલે કર્મ કાફે

નવજીવનની વિકાસવાર્તાની મહત્ત્વની તારીખ અને તવારીખ રજૂ કરતું માણવાલાયક સ્થળ એટલે નવજીવન મ્યુઝિયમ

ÏÑÜàÝ”ÑÜÏÜÏÜÜØ ÃÜíÜ¢íÜÃÜÃÜß ÏÜ÷¶íÜÆÜâ±ÜÚ ™ÜüÃÜÜÃÜß ´ÜÜÓ៚ †ÃÜå ´ÜíÜÜÓ߃Ü

`ÃÜíÜ¢íÜÃÜ' †ÃÜå `ÑÜØÄÜ ‡ÝòÑÜÜ' †Ü ÏÜïÜßÃÜ ÆÜÓ “ÆÜÜ´ÜÜØ.



શી ંગડાં અને પગ કાકાસાહે બ કાલેલકર બુદ્ધિ સર્વોપરી છે. જ ે બુદ્ધિચાતુર્ય ધરાવે છે, તેને વિશેષ દરજ્જો મળે છે. બુદ્ધિથી જગ જીતી શકાય છે. બુદ્ધિથી જ માનપાન મળે છે. બુદ્ધિ અંગેની આ તમામ માન્યતા સ્થાપિત થઈ ચૂકી છે, પણ બુદ્ધિ સાથે-સાથે હાથપગના કૌશલ્યનું મહત્ત્વ જીવનમાં શું છે અને જો હાથપગના કૌશલ્યને કેળવણીમાં ન સમાવીએ તો કેવી રીતે જીવન-મરણનો પ્રશ્ન આવી પડે, તે મુદ્દાને કાકાસાહે બે દાખલા-દલીલ સાથે તેમની શૈલીમાં સરસ રીતે સમજાવ્યું છે. કાકાસાહે બ હાથપગના કૌશલ્યને મહત્ત્વ આપતાં લખે છે કે “હાથપગના સ્વાશ્રય વિના ચારિત્ર્ય કોઈ કાળે કેળવાતું નથી, કેળવાય ૧૮૮૫ • ૧૯૮૧ છે તોયે મજબૂત થતું નથી, અણીના પ્રસંગે દગો દે છે” બુદ્ધિપ્રધાન થઈ ગયેલા આજના શિક્ષણમાં શારીરિક કેળવણીની જ ે ખોટ વર્તાઈ રહી છે, તે અન્ય કોઈ રીતે ભરપાઈ થઈ શકે એમ નથી. શરીરને કેળવ્યા વિના વિદ્યાર્થીનું માનસ કેળવાતું નથી, આ વાત કેટલી સ્પષ્ટ છે તે કાકાસાહે બનો આ લેખ વાંચતાં સમજાય છે…

દુર્દૈવી સાબરે પોતાનાં શીંગડાં અને પગ વચ્ચે તો કેવું મજાનું? દોડતાં દોડતાં ઝાંખરાની ઝાડી સરખામણી કરી હતી. સુંદર શરીરનો ઘાટ, ચળકતા વાળની શોભા, કવિઓને આકર્ષે એવી આંખો અને એ બધાંને કૃ તાર્થ કરનારા માથા પરનાં શીંગડાં! ઈશ્વરની કેવડી એ બધી કૃ પા! ફક્ત આ પગ એ સૌંદર્યમાં ભળતા નથી. ઈશ્વરે પગ જ ન આપ્યા હોત તો? અથવા નામમાત્રના જરાક સરખા ટૂ કં ા પગ રાખ્યા હોત તો? મને તો આ પગની શરમ ઊપજ ે છે, એમને ક્યાં સંતાડુ,ં ક્યાં ફેં કી દઉં? અને આ કઢંગી ખરી! એ ખરી પડે તો સારું. શિકારીઓ આવ્યા, કૂ તરાઓ ભસ્યા, બાણ છૂટ્યાં, બીડ, પહાડ અને ટેકરી દોડતાં દોડતાં સાબરનો દમ નીકળી ગયો, પગ હતા એટલે જ કામ આવ્યા. માથાની શોભારૂપ શીંગડાં ભારરૂપ નીવડ્યાં અને ધૂળમાં જ હં મેશાં રહે નાર પગ જીવતદાન આપવાને સમર્થ છે એવી ખાતરી થઈ. પગ એક ફલંગ મારે કે આખું શરીર દડાની પેઠ ે આકાશમાં જ દોડે. માથા પર શીંગડાંનો ભાર ન હોત

128

આવી. જાળમાં શીંગડાં ભરાયાં. પગ જોર કરે પણ ઉપયોગ શો? જ ેમ માથું વધારે ખેંચે તેમ શીંગડા વધારે ભરાય. હાય, હાય! આ શીંગડાંને કારણે આખા શરીરનો નાશ થાય છે. એ કૂ તરાઓ આવ્યા. હાંફતા પાંસામાં એમના દાંત ઘૂસી ગયા છે. ગરમ ગરમ લોહીની સેર ઊડે છે. પગ તરફડિયાં મારે છે પણ હવે ઉપયોગ શો? આપણી કેળવણીમાં બુદ્ધિને કાંઈક કસરત આપનાર, કલ્પનાને ખોરાક પૂરો પાડનાર અને સાહિત્યને પંથે દોરનાર કેળવણી તે માથાના ભારરૂપ સાબરનાં શીંગડાં જ ેવી છે અને જીવનદાયી

[ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


નથી. સાચી વાત એ છે કે બુદ્ધિના પ્રયોગથી જ ેમ હાથપગનું કામ વધારે સુંદર અને વ્યવસ્થિત થાય છે, પ્રમાણ શુદ્ધ અને ઓછા વખતમાં થાય છે તેમ જ હાથપગ વાપરવાથી બુદ્ધિના વ્યાપારમાં એકાગ્રતા અને ચોકસાઈ આવે છે. સામાન્ય રીતે જ ે બાજુ તરફ બુદ્ધિ જવાનો સંભવ ઓછો તે બાજુ તરફ પણ હાથે કરે લા પ્રયોગોને લીધે બુદ્ધિ પહોંચે છે અને અજ્ઞાતની શોધ કર્યાનો આનંદ અનુભવે છે. વિગતોમાં ઊતરવાની ટેવ સામાન્ય રીતે બુદ્ધિને નથી હોતી. જ્યારે એકેએક વિગતમાં ઊતર્યા વગર હાથપગનું કામ થઈ શકતું જ નથી. હાથપગ દ્વારા કેળવણી લેવાથી એ મુખ્ય લાભ થાય છે. બુદ્ધિએ કરે લી કલ્પનાની વખતોવખત કસોટી ન થાય તો બુદ્ધિને ખોટી કલ્પનાઓ કરવાની ટેવ પડી જાય છે. ખોટી કલ્પનાઓ કરવાની અથવા નભાવવાની એક વાર ટેવ પડી ગઈ એટલે શાસ્ત્રીયતાનું ખૂન જ થયું.

ઉદ્યોગની કેળવણી તે સાબરના ભૂંડા દેખાતા પણ મજબૂત ટાંટિયા છે. શીંગડાંની શોભા આગળ એ ટાંટિયાની આપણને શરમ ઊપજ ે છે પણ રાષ્ટ્રીય જીવનમાં ઉપયોગ તો એનો જ છે. હાથપગ વાપરવાથી માણસની પ્રતિષ્ઠા ઓછી થાય છે એવો એક ખ્યાલ તો લોકોમાં બંધાયો છે જ પણ હાથપગના વપરાશને લીધે માણસની બુદ્ધિ પણ મંદ થાય છે એ જાતનો વહે મ કેટલાક કેળવાયેલા લોકો સામાન્ય લોકોમાં ફે લાવે છે એ આશ્ચર્યની અને દુઃખની વાત છે. બુદ્ધિપ્રધાન લોકોએ શારીરિક કષ્ટનું કામ ન કરવું એવો નિયમ કરતાં પહે લાં ખાવા જ ેવું પાર્થિવ કામ પણ એમણે ન કરવું જોઈએ એવો પણ નિયમ એમણે સાથે સાથે કરવો જોઈતો હતો. દેવો અને પિતરો જ ેમ પ્રત્યક્ષ અન્ન ખાતા નથી પણ સૂંઘીને જ તૃપ્ત થાય છે એમ મનાય છે તેમ બુદ્ધિમાન લોકોનું પણ જો થઈ શકે એમ હોય, જો વ્યાકરણ ખાઈને અને કાવ્યરસ પીને તેઓ જીવી શકતા હોય તો તેમને શારીરિક શ્રમ ઉઠાવવાની કશી જરૂર ૨

વેદાંતમાં મોક્ષનું ઉત્તમ સાધન કયું એની ચર્ચા કરતાં જ્ઞાન અને કર્મ વચ્ચે પસંદગી કરવા સુધી શોધ પહોંચી. કેટલાક કહે જીવનનો સાર કર્મ જ છે. બીજા કેટલાક કહે જીવનનો નિચોડ જ્ઞાનરૂપી અત્તરમાં જ આવી જાય છે અને જ્ઞાનરૂપે જ એ પોતાની સુવાસ ફે લાવે છે. ‘જીવન એટલે વિચાર’ અને ‘જીવન એટલે આચાર.’ આ બે સમીકરણમાંથી કયું પસંદ કરવું એ એક પ્રશ્ન છે. અંતે સમીકરણને બદલે સમુચ્ચય કરવાનું લોકોને સૂઝ્યું અને જ્ઞાનકર્મના સમુચ્ચયથી જ મોક્ષ મળે છે એમ ડાહ્યા લોકોએ નક્કી કર્યું; જ ેમ પક્ષીને ઊડવા માટે બે પાંખો જરૂરની છે, એક પાંખે ઉડાતું નથી તે જ પ્રમાણે જ્ઞાન અને કર્મ બંને પક્ષ એકબીજા સાથે नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૮]

સહકાર કરે ત્યારે જ જીવન ઉન્નત થવાનું. જીવ બંધનમુક્ત થઈ શિવરૂપે અનંતમાં વિહાર કરવાનો. આપણી આજની કેળવણી આ જ્ઞાનકર્મ સમુચ્ચયને માનતી થાય તો સમાજનો ઉદ્ધાર જોતજોતામાં થશે. પણ આપણે ત્યાં કેવળ જ્ઞાનવાદીઓ પણ જ્ઞાનનો ખરો અર્થ લેતા નથી. જ્ઞાન એટલે પુસ્તકિયું જ્ઞાન, દુન્યવી ડહાપણ, માહિતીનો ભંડાર અથવા ચતુરાઈની પરિસીમા એવો જ અર્થ કરવામાં આવે છે, જ્યારે ગીતામાં જ્ઞાનની વ્યાખ્યા કરતાં સમાજને ઉન્નત કરનારા બધા સદ્ગુણોની હાર જ ગોઠવી દીધી છે અને આ સદ્ગુણો કેવળ વિચારથી, તત્ત્વચિંતનથી કે ગ્રંથપરિશીલનથી કેળવાતા નથી પણ પ્રત્યક્ષ જીવન 129


અને કેવળ બુદ્ધિનો વિલાસ કરનારની દશા તો એથીયે ભૂંડી થઈ જાય છે. કેવળ કર્મમાં કાંઈ નહીં તો કુ શળતા અને સફળતા હોય છે. કેવળ બુદ્ધિનો વિકાસ તો પંપથી હવા ભરે લા પવનદડા જ ેવો હોય છે. લાત ખાય ત્યારે ઊછળે અને ઊછળીને પાછો પડી જાય અને કોઈ નાની સરખી અણિયાળી સોય ભોંકે તો ફટ જ ેવો પવન ભરાયો તેવો નીકળી ગયો. પછી તો દયાપાત્ર ફુક્કો જ રહી જાય છે. કેવળ કર્મમાર્ગી કાંઈક તો બુદ્ધિ કેળવે. પણ કેવળ બુદ્ધિવાદી કર્મ તો કેળવે જ નહીં. ઊલટી કર્મ-કુ શળતા પોતાની પાસે આવે જ નહીં એ જાતની બીક અને સૂગ બન્ને રાખે છે અને હં મેશાં પરાજિત રહે છે. કર્મકુ શળતાને અભાવે સારામાં સારી બુદ્ધિ પણ વિકૃ ત થાય છે અને એ પોતાના બચાવ માટે આડોઅવળો અને મલિન રસ્તો લે છે. હાથપગના વપરાશ વગરની બુદ્ધિ વંધ્યા અને આત્મવિશ્વાસરહિત હોય છે. જ્યાં કલ્પના દોડાવવાની હોય ત્યાં બુદ્ધિની પાંખો ચાલે; પણ નિર્ણય કરવાની શક્તિ તો જ ે કર્મપરાયણ હોય તેને જ હોય છે. કલ્પના ચલાવવી એ એક વસ્તુ છે અને સૂઝ શક્તિ ચલાવીને ઉકેલ આણવો એ બીજી વસ્તુ છે. કોઈ પરિસ્થિતિનો ઉકેલ કર્મ મારફતે લીધેલા પ્રત્યક્ષ અનુભવ વિના સૂઝે જ નહીં.

જીવવાથી, સારી ટેવો દૃઢ કરવાથી અને આચરણ કરતી વખતે વિચારપૂર્વક ચાલવાના પ્રયાસથી જ કેળવાય છે. चित्तस्य शुद्धये कर्म એમ જ ે કહ્યું છે તે અક્ષરશઃ સાચું છે અને ભર્તૃહરિએ તો ચોખ્ખું કહી દીધું છે કે બુદ્ધિની કેળવણી કર્મ મારફતે જ થઈ શકે છે. बुद्धिः कर्मानुसारिणी। તમામ ઉપનિષદોમાં મંત્રોપનિષદ તરીકે જ ેની પ્રતિષ્ઠા વધારે માં વધારે છે તે ઈશાવાસ્ય ઉપનિષદ પણ કહે છે કે જ્ઞાન અને કર્મ બન્ને નોખાં નોખાં હોય ત્યારે અંધારા ખાડામાં લઈ જાય છે, બન્ને એકસામટાં એકબીજાના સહકારથી ચાલે ત્યારે જ નૈતિક મૃત્યુ ટાળી આધ્યાત્મિક અમરત્વ માણસ મેળવી શકે છે. જ ેમ યાત્રા જમણા પગથી થશે કે ડાબા પગથી એવો ઝઘડો આપણે ઊભો કરતા નથી પણ બન્ને પગ સરખા વાપરીને યાત્રાધામે પહોંચીએ છીએ તેમ જ જીવનયાત્રામાં પણ જ્ઞાન અને કર્મ, બુદ્ધિ અને કૌશલ્ય બન્નેનો સપ્રમાણ, સમપ્રમાણ ઉપયોગ કરવાથી જ આપણે જીવનસાફલ્યના શિખર સુધી પહોંચવાના છીએ. ઉસ્તાદોના હાથ તળે કેવળ જોઈ જોઈને શીખનાર શાગિર્દો કેવળ કર્મનું તંત્ર જ જાણે છે. કોઈ યંત્ર પાછળનું મૂળ રહસ્ય સમજી શકતા નથી. કેવળ કર્મને વરે લા લોકોની સ્થિતિ તેવી જ થઈ જાય છે. ૩

એક વસ્તુ તરફ ભલભલા કેળવણીકારોનું પણ ધ્યાન ગયું નથી. હાથપગની કેળવણીથી બુદ્ધિ ખીલે છે અને સંસ્કારિતા કેળવાય છે એનું ભાન જોઈએ એટલા લોકોને નથી એ દુઃખની વાત છે જ. પણ હાથપગના સ્વાશ્રય વિના ચારિત્ર્ય પણ કોઈ કાળે કેળવાતું નથી; કેળવાય તોયે મજબૂત થતું નથી; અણીને પ્રસંગે દગો દે છે એ વસ્તુ તરફ કોઈએ ધ્યાન સરખું ખેંચ્યું નથી. એટલે ધ્યાન ખેંચ્યા છતાં 130

લોકો એ તરફ દુર્લક્ષ કરે છે એવી ફરિયાદ કરવાનો અવકાશ હજી મળ્યો નથી. વિલાસિતા અને અપંગતા જાળવીને કોઈએ ચારિત્ર્ય સાચવ્યું છે એમ આજ સુધી બન્યું નથી. મનુષ્યસ્વભાવથી જ એ વાત વિરુદ્ધ છે. સ્વાશ્રય અને સંયમ એ બે ચારિત્ર્યનાં ફે ફસાં છે. એ ચાલે નહીં તો ચારિત્ર્યના પ્રાણ એક ક્ષણ પણ ટકે નહીં. જ્યાં સ્વાશ્રય અને સંયમ નથી ત્યાં ડગલે ને પગલે હારે લું જીવન અનેક જાતની [ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ફે રવવી હોય તો જ ેને હાથપગ એટલે કે બધી ઇંદ્રિયો વાપરતાં આવડે છે તેને જ તે શક્ય છે. નહીં તો જીવન છતી ઇંદ્રિયे લકવાવાળું થઈ જાય છે. મહાભારતમાં એક શિયાળ પોતાની પાસે બુદ્ધિ છે પણ હાથ અને હાથનાં આંગળાં ન હોવાને કારણે પોતે કેવું અસહાય છે એનું દુઃખ કરે છે અને હાથપગ હોવા છતાં વિષાદ કરનાર અને નિરાશ થનાર અને ભારરૂપ થઈને જીવનાર માણસને ધિક્કારી એનું મહદ્ ભાગ્ય એને સમજાવી દે છે. ઈશ્વરે હાથને ચાર ચાર આંગળાં આપ્યાં અને એ ચાર આંગળાંથી જુ દો પડી ચારે સાથે સ્વતંત્ર સહકાર કરનાર અંગૂઠો આપ્યો એના જ ેટલું ભારે વરદાન બીજા કોઈ પ્રાણીને મળ્યું નથી. હાથની શક્તિ એ જ એક મોટામાં મોટી શોધ છે. એ કેળવાઈ એટલે માણસ આખી દુનિયાનો કબજો લઈ અનેક જાતની યોજનાઓ યોજવાનો અને પાર પાડવાનો આનંદ મેળવી શક્યો. સંસ્કૃતમાં હાથીને ‘કરી’ કહે છે. એના બદલામાં માણસને એ શબ્દ લગાડ્યો હોત તો કંઈ ખોટુ ં ન થાત. મનનશીલ તે મનુષ્ય અને કર સંપન્ન તે કરી. પ્રાચીન કાળમાં યોદ્ધાઓ પોતાનાં શસ્ત્રો મંત્રથી ભરી લઈ એનાં અસ્ત્રો બનાવતા. આપણે પણ આપણા હાથની આંગળીઓમાં આપણી કુ શળતા, આપણી યોજનાશક્તિ, આપણા ચિત્તની એકાગ્રતા ઇત્યાદિ દરે ક જાતની માનસિક શક્તિ ભરી એ આંગળીઓને અલૌકિક ઓજાર બનાવીએ છીએ. એમાં બુદ્ધિ અને નીતિ બન્ને ખીલે છે.

લુચ્ચાઈ અને કપટનીતિનો આશ્રય શોધે છે અને પછી આડીઅવળી દલીલોથી, આત્મવંચનાથી અને સમાજવંચનાથી પોતાનો બચાવ શોધે છે. જ ે માણસ હાથપગ વાપરીને મહે નતનું કામ કરવાનો આનંદ લે છે તેનામાં અખૂટ હિં મત હોવાથી એને નાસીપાસ થવાનો વારો આવતો નથી. એ દિલદાર હોય છે. બીજાની મૂંઝવણ જોઈ એનું હૈ યું સહે જ ે પીગળે છે, વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ ટકીશ કે કેમ એવો અણવિશ્વાસ એની પાસે આવતો નથી કેમ કે જાતમહે નતની બૅંકનું કદી દેવાળું નીકળતું નથી. કીનાખોરીનું પ્રમાણ કાઢવા બેસીએ તો જ ેઓ હાથપગ ન વાપરવાથી અપંગ થયા છે, પરાવલંબી અને આશ્રિત છે તેમનામાં કીનાખોરી વધારે હોય છે. સ્વાશ્રય તો હં મેશાં ઉદાર જ હોય અને છતાં એનામાં ઉદારતાનો ડોળ કરનાર ઉડાઉપણું નથી હોતું એ ખાસ લાભ છે. જ ેઓ બુદ્ધિના પ્રયોગથી જીવન પરિવર્તન કરવાની આવશ્યકતા સમજી જાય છે પણ જ ેમને હાથપગની કેળવણી મળેલી નથી હોતી એમની અસહાયતા ખરે ખર દયા ખાવા જ ેવી હોય છે. ખેતરમાં સોનાની ખાણ છે અને ઉપર બેસનાર અપંગ માણસ ભૂખે મરે છે. ઘરમાં અનાજ, પાણી, લાકડાં, વાસણ બધું પડ્યું છે પણ રાંધતાં આવડતું નથી એટલે કોઈને પગે પડી કે ખરીદી ભોજન મળે કે કેમ એની આશાએ આંખે પ્રાણ રાખી રાહ જોવી પડે છે. જીવન પરિવર્તન કરવું હોય, ટેવો ઘડવી કે ૪

ઉદ્યોગી માણસની સામાજિક અસર કેટલી અદ્ભુત હોય છે એ પણ જાણવા જ ેવું છે. ઉદ્યોગી માણસનો આત્મવિશ્વાસ ચેપી હોય છે. કોઈ પણ ઠેકાણે કોઈ કામ બગડ્યું કે ખોટક્યું કે તરત જ ‘કરી’ માણસ તરત આગળ આવીને કહે છે, ‘ઊભા રહો, હં ુ नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૮]

કરી બતાવું; આ કામ તો આમ જ થાય. બીજી રીતે નહીં થાય.’ જોનારને રસ્તો તો મળે જ છે; પણ એને એમ પણ થાય છે કે આપણે પણ આવી શક્તિ કેળવવી જોઈએ; આ શક્તિમાં કંઈ વિશેષ છે. આમ કુ શળ માણસ પોતાનું કામ સુધારે છે 131


એટલું જ નહીં પણ સમાજનું આખું વાતાવરણ સુધારે છે. લોકસંગ્રહ તો એવા માણસથી જ થાય. ગીતામાં તો સ્પષ્ટ કહ્યું છે કે જ ે કર્મયોગી છે તેને હાથે જ લોકસંગ્રહ થઈ શકે છે. કર્મી માણસ પોતે તરી જાય છે અને અનેકોને સહે જ ે તારે છે. અને હસ્તકૌશલ્ય વિના કળા ક્યાંથી ખીલી હોત? કળા એ વસ્તુ છે તો કલ્પનાની; સર્જકશક્તિની. પણ એનો આવિર્ભાવ તો ઇંદ્રિયો દ્વારા ઇંદ્રિયશક્તિથી જ થાય છે. જ ેની પાસે ઇંદ્રિયોની શક્તિ કળાને કારણે કેળવવાની ધીરજ નથી તે તો કળાનું કેવળ વિવેચન કરશે, આસ્વાદ લેશે અને પોતાને મનાવશે કે એણે બહુ કર્યું. કળાના આસ્વાદથી માણસ અમુક હદ સુધી કેળવાય છે ખરો પણ કળામાં પ્રવીણ થયા વગર માણસ ચડે નહીં. હાથ છે છતાં મનની કલ્પના એ ચિત્રિત કરી શકતો નથી; હૃદયમાં લલિત અને

ઉદાત્ત ભાવો સ્ફુરે છે પણ ગળામાંથી આલાપ કાઢી શકતો નથી; મનમાં ઉત્કટ ભાવના સળગી ઊઠે છે પણ તેજસ્વી વાણી દ્વારા એનો બીજાને ચેપ લગાડી શકતો નથી; સમાજને સળગાવી શકતો નથી. મનમાં યોજના છે પણ તે લોકો આગળ દોરી આપી લોકોને એકસૂત્ર કરી શકતો નથી. એવા માણસની અપંગતા, એનો વિરસ અને એનો વિષાદ એક મહાન શાપરૂપ હોય છે. એ શાપનું નિવારણ હાથપગની કેળવણી, ઇંદ્રિયશક્તિનો વિકાસ અને કર્મયોગ દ્વારા જ થઈ શકે. દરે ક ઇંદ્રિયની અભિરુચિ કેળવાય, ઇંદ્રિયોની એકેએક નસ ઉપર પૂર્ણ કાબૂ મેળવાય અને વિચાર, વિકાર, ભાવના અને પ્રેરણાની સૂક્ષ્માતિસૂક્ષ્મ છટા પણ ઇંદ્રિયો દ્વારા વિવિધ રીતે વ્યક્ત થઈ કૃ તાર્થ થાય ત્યારે જ કેળવણી કેળવાઈ ગણાય ત્યારે જ જીવન કૃ તકૃ ત્ય થાય. 

નિવૃત્તિ નોંધ શ્રી શરદભાઈ ડા. જાની, મુખ્ય વ્યવસ્થાપક નવજીવનના મુખ્ય વ્યવસ્થાપક શ્રી શરદભાઈ નવજીવનમાં ચાર દાયકા સેવા આપીને તા. 06-04-18ના રોજ વયનિવૃત્ત થયા છે. શરદભાઈને લાંબી સેવા બદલ શાલ ઓઢાડીને, ચરખો ભેટ આપીને સન્માનવામાં આવ્યા. લેટરપ્રેસ પ્રિન્ટિંગનો ડિપ્લોમા પ્રાપ્ત કરીને અને તે કામ અંગેનો પ્રર્યાપ્ત અનુભવ મેળવીને 1978માં શરદભાઈ નવજીનવમાં જોડાયા. નવજીવનમાં જોડાયા બાદ તેમણે બી. કૉમ અને એલ.એલ.બી.નો અભ્યાસ પણ પૂર્ણ કર્યો. શરૂઆતના કાળમાં તેઓનું કામ તત્કાલીન પ્રોડક્શન મેનેજરના મદદનીશ તરીકેનું રહ્યું. ત્યાર બાદ તેમની પદોન્નતિ થઈ અને તેઓ પ્રોડક્શન મેનેજર બન્યા. આગોતરા આયોજન અને ખંતથી કાર્ય કરનાર શરદભાઈ હં મેશાં સંસ્થાના કામ પ્રત્યે સજાગ રહ્યા છે અને તેમની આ વિશેષતા તેમના તમામ કામમાં ઝળકતી રહી છે, એટલે જ આગળ જતાં સંસ્થામાં તેમને જનરલ મેનેજરની જવાબદારી સોંપવામા આવી. ઝડપભેર અને આયોજનપૂર્વક કાર્ય કરીને તેમણે સંસ્થાના અનેક જંગી પ્રકલ્પો પાર પાડ્યા છે. શરદભાઈએ જનરલ મેનેજરના પદે રહીને પ્રિન્ટિંગ, લેબર લૉ, ફે ક્ટરી લૉ, પ્રોવિડન્ટ ફં ડ, ગ્રેચ્યુઈટી, ચેરિટી કમિશનરને સંલંગ્ન તમામ કાર્યોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. આજનું કામ આજ ે જ થવું જોઈએ અને તે ચીવટથી પણ થવું જોઈએ તેમ દૃઢતાથી માનનારા શરદભાઈ કુ શળ સંચાલક રહ્યાં છે અને એટલે જ નવજીવને તેમની સેવા લેવાનું નક્કી કર્યું છે. નવજીવનમાં નિવૃત્તિકાળ પછીની તેમની પ્રવૃત્તિ વધુ આનંદમય રહે તેવી શુભેચ્છા. 132

[ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


પૂર્વ પ્રાથમિક કે ળવણી

[ગાંધી�ષ્ટિ : મો. ક. ગાંધી]

ભાવિ પેઢીના સંદર્ભે વર્તમાન સમયે રહે લા અનેક પ્રશ્નો પૈકીનો મુખ્ય પ્રશ્ન પૂર્વ પ્રાથમિક કેળવણીનો છે. કેળવણી કેવી હોવી જોઈએ, કેવી પદ્ધતિથી કેળવણી આપવી જોઈએ, તેનું માધ્યમ કયું હોવું જોઈએ, વગેરે પશ્નો આપણે ત્યાં સતત ચર્ચાતા રહ્યા છે. વર્તમાન સમયે આપણી આસપાસ બાળકેળવણીની જ ે પદ્ધતિ વિકસી છે, તેમાં તો બાળમાનસ મરતું દેખાઈ રહ્યું છે. એક સમયે બાળકને તેના આસપાસના વાતાવરણમાંથી પ્રાથમિક કેળવણી મળી રહેતી અને તેનો મુખ્ય આધાર પરિવાર અને વિશેષતઃ માતા રહેતી. ગાંધીજીએ પણ આ બાબત પર ભાર આપ્યો છે. બાળકેળવણી અંગે ગાંધીજીએ કરે લા અસંખ્ય પ્રયોગો જાણીતા છે, તેમણે આ પ્રયોગોથી મેળવેલા અનુભવ પણ અનન્ય છે અને તેની ઝલક અહીં આપેલાં પૂર્વ પ્રાથમિક કેળવણી અંગેનાં તેમનાં લખાણમાં જોવા મળે છે. વર્તમાનમાંય ગાંધીજીના આ ખ્યાલને કોઈ નકારી શકે એમ નથી, ઊલટાનું એવું કહી શકીએ કે તે આજ ેય પ્રસ્તુત છે. બાળકેળવણી જ ેવા સંવેદનશીલ વિષય પ્રત્યે અસંવેદનશીલતા વધી રહી છે ત્યારે પૂર્વ પ્રાથમિક કેળવણી અંગે ગાંધીજીના વિચારને જાણીએ…

બાળકોની કેળવણીનો વિષય સહે લામાં સહે લો ઇત્યાદિ સાફ રાખવાની આવશ્યકતા સમજ ે છે હોવો જોઈએ તે કઠણમાં કઠણ થઈ ગયો જણાય છે, અથવા કરી મૂકવામાં આવ્યો છે. અનુભવ તો એમ શીખવે છે કે બાળકો આપણી ઇચ્છાઅનિચ્છાએ પણ કંઈક, સારી કે ખરાબ કેળવણી પામી રહ્યાં છે. આ વાક્ય ઘણા વાંચનારને વિચિત્ર લાગશે, પણ બાળક કોને કહીએ, કેળવણી એટલે શું, અને બાળકેળવણી કોણ આપી શકે એ વિચારી લઈએ તો કદાચ ઉપરના વાક્યમાં કંઈ નવાઈ જ ેવું ન લાગે. બાળક એટલે દસ વર્ષની અંદરનાં છોકરા, છોકરીઓ, અથવા એવી ઉંમરનાં લાગતાં બાળકો. કેળવણી એટલે અક્ષરજ્ઞાન નહીં. અક્ષરજ્ઞાન એ કેળવણીનું સાધન માત્ર છે. કેળવણી એટલે મન સુધ્ધાં બાળકની બધી ઇન્દ્રિયોનો સદુપયોગ કરતાં બાળક જાણે તે. એટલે કે બાળક પોતાના હાથ, પગ ઇત્યાદિ કર્મેન્દ્રિયોનો અને નાક, કાન ઇત્યાદિ જ્ઞાનેન્દ્રિયોનો ખરો ઉપયોગ કરી જાણે. હાથ વતી ચોરવું નહીં જોઈએ, માખીઓ નહીં મારવી જોઈએ, પોતાના ભેરુને કે નાનાં ભાઈબહે નને ન મારવાં જોઈએ એવું જ્ઞાન જ ે બાળક પામે છે તેની કેળવણીનો આરં ભ થઈ ચૂક્યો. જ ે બાળક પોતાનું શરીર, પોતાનાં દાંત, જીભ, નાક, કાન, આંખ, માથું, નખ

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૮]

અને રાખે છે તેણે કેળવણીનો આરં ભ કર્યો છે એમ કહી શકાય. જ ે બાળક ખાતાંપીતાં અડપલાં કરતું નથી, એકાંતમાં કે સમાજમાં ખાવાપીવાની ક્રિયાઓ રીતસર કરે છે, રીતસર બેસી શકે છે, અને શુદ્ધઅશુદ્ધ ખોરાકનો ભેદ જાણી શુદ્ધની પસંદગી કરે છે, અકરાંતિયાપણે ખાતું નથી, જ ે જુ એ તે

133


માગતું નથી, ન મળે તોયે શાંત રહે છે, એ બાળકે કેળવણીમાં સારી પ્રગતિ કરી છે. જ ે બાળકના ઉચ્ચાર શુદ્ધ છે, જ ે પોતાની આસપાસ રહે લા પ્રદેશનાં ઇતિહાસ-ભૂગોળ તે શબ્દોનું નામ જાણ્યા વિના આપણને બતાવી શકે છે, જ ેને દેશ શું છે એનું ભાન થયું છે એણે પણ કેળવણીને માર્ગે ઠીક મજલ કરી છે. જ ે બાળક સાચજૂ ઠનો, સારાસારનો ભેદ જાણી શકે છે અને સારું અને સાચું પસંદ કરે છે, નઠારાનો અને જૂ ઠાનો ત્યાગ કરે છે એ બાળકે કેળવણીમાં બહુ સારી પ્રગતિ કરી છે. આ વસ્તુને હવે લંબાવવાની જરૂર નથી. બીજા રં ગો વાંચનાર પોતાની મેળે પૂરી શકે છે. માત્ર એક વાત સ્પષ્ટ કરવી જોઈએ. આમાં ક્યાંયે અક્ષરજ્ઞાનની કે લિપિજ્ઞાનની આવશ્યકતા નહીં જોવામાં આવે. બાળકોને લિપિજ્ઞાનમાં રોકવાં એ તેમનાં મન ઉપર અને તેમની બીજી ઇન્દ્રિયો ઉપર દબાણ મૂકવા બરોબર છે, તેમની આંખનો અને તેમના હાથનો દુરુપયોગ કર્યા બરાબર છે. ખરી કેળવણી પામેલું બાળક અક્ષરજ્ઞાન યોગ્ય સમયે સહે જ ે મેળવી શકે ને તે રસપૂર્વક પામે. આજ ે બાળકોને એ જ્ઞાન બોજારૂપ થઈ પડે છે. આગળ વધવાના સારામાં સારા કાળનો નકામો ક્ષેપ થાય છે, અને અંતે તેઓ સુંદર અક્ષર કાઢવાને બદલે, અને સુંદર રીતે વાંચવાને બદલે માખીના ટાંગા જ ેવા અક્ષર કાઢે છે અને તે ઘણું ન વાંચવાનું વાંચે છે. અને વાંચે છે તે પણ ઘણી વેળા ખોટી રીતે વાંચે છે. આને કેળવણી કહે વી એ કેળવણીની ઉપર અત્યાચાર કર્યા બરોબર છે. બાળક અક્ષરજ્ઞાન પામે તેના પહે લાં તેને પ્રાથમિક કેળવણી મળી જવી જોઈએ. આમ કરવાથી આ ગરીબ મુલકમાં અનેક વાચનમાળા અને બાળપોથીઓના ખર્ચમાંથી અને ઘણા અનર્થમાંથી બચી જવાય. બાળપોથી હોવી જ જોઈએ તો તે શિક્ષકોને સારુ જ હોય, મારી 134

વ્યાખ્યાનાં બાળકોને સારુ કદી નહીં. જો આપણે ચાલુ પ્રવાહમાં ન તણાઈ રહ્યા હોઈએ તો આ વાત દીવા જ ેવી સ્પષ્ટ લાગવી જોઈએ. ઉપર આલેખેલી કેળવણી બાળક ઘરમાં જ પામી શકે અને માતાની જ મારફતે. એટલે જ ેવી તેવી કેળવણી તો બાળકો માતા પાસેથી પામે છે. જો આજ ે આપણાં ઘર છિન્નભિન્ન થઈ ગયાં છે, માબાપ બાળકો પ્રત્યેનો પોતાનો ધર્મ ભૂલી ગયાં છે તો બાળકની કેળવણી જ્યાં સુધી બને ત્યાં સુધી એવા સંજોગોમાં અપાવી જોઈએ કે જ્યાં બાળકોને કુ ટુબ ં ના જ ેવું જ વાતાવરણ મળે. આ ધર્મ માતા જ બજાવી શકે, તેથી બાળકેળવણી સ્ત્રીના જ હાથમાં હોવી જોઈએ. જ ે પ્રેમ અને ધીરજ સ્ત્રી બતાવી શકે એ સામાન્ય રીતે આજ લગી પુરુષ નથી બતાવી શક્યો. આ બધું સાચું હોય તો બાળકેળવણીનો પ્રશ્ન ઉકેલતાં સહે જ ે સ્ત્રીકેળવણીનો પ્રશ્ન આપણી સામે ખડો થાય છે. અને જ્યાં લગી સાચી બાળકેળવણી આપવા લાયક માતા તૈયાર નથી થઈ ત્યાં લગી બાળકો સેંકડો નિશાળોમાં જતાં છતાં કેળવણી વિનાનાં જ રહે છે એમ કહે તાં મને સંકોચ નથી થતો. હવે હં ુ બાળકેળવણીની કંઈક રૂપરે ખા દોરી જાઉં. ધારો કે એક માતારૂપી સ્ત્રીના હાથમાં પાંચ બાળકો આવ્યાં છે. આ બાળકોને નથી બોલવાનું કે નથી ચાલવાનું ભાન; નાકમાંથી લીંટ વહે છે તે હાથ વતી લૂછીને પગ ઉપર કે પોતાનાં કપડાં ઉપર લગાડે છે; આંખમાં ચીપડા છે; કાનમાં અને નખમાં મેલ ભર્યો છે; બેસવાનું કહે તાં પગ પસારીને બેસે છે; બોલે છે તો ફૂલખરણી ઝરે છે; ‘શું’ને ‘હં ુ’ કહે છે અને ‘હં ુ ’ને બદલે ‘અમે’નો ઉપયોગ કરે છે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણનું તેમને ભાન નથી. શરીરે મેલા ડગલા પહે ર્યા છે, ગુહ્ય ઇન્દ્રિય ઉઘાડી છે, તેને ચૂંથ્યા કરે છે, જ ેમ વાળો તેમ [ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


વધારે ચૂંથે છે. ખીસું હોય તો તેમાં કંઈક મેલી મીઠાઈ ભરે લી છે, એ વખતોવખત કાઢીને ચાવ્યા કરે છે, તેમાંથી થોડુ ં કંઈ જમીન ઉપર વેરે છે અને ચીકણા હાથને વધારે ચીકણા કર્યે જ જાય છે. ટોપી પહે રેલી છે તેની કોર કાળીમેંશ થઈ ગયેલી છે અને તેમાંથી ઠીક ઠીક દુર્ગંધ આવે છે. આ પાંચ બાળકોને સંભાળનારી સ્ત્રીના મનમાં માતાની ભાવના પેદા થાય તો જ તે એમને શીખવી શકશે. પહે લો પાઠ તેમને ઢંગમાં લાવવાનો જ હશે. માતા તેમને પ્રેમથી નવરાવશે, કેટલાક દહાડા સુધી તો તેમની સાથે માત્ર વિનોદ જ કરશે, અને અનેક રીતે જ ેમ આજ લગી માતાઓએ કર્યું છે એમ, જ ેમ કૌશલ્યાએ બાળરામના પ્રત્યે કર્યું તેમ, માતા બાળકોને પોતાના પ્રેમપાશમાં બાંધશે અને જ ેમ નચાવવા માગે તેમ નાચતાં બાળકોને શીખવી દેશે. આટલી ચીજ માતાએ ન મેળવી હોય ત્યાં સુધી વછૂટી ગયેલાં વાછરડાંની પાછળ બેબાકળી થઈને જ ેમ ગાય આમતેમ દોડ્યા કરે છે તેમ આ માતા પેલાં પાંચ બાળકોની પાછળ ટળવળ્યા કરશે. જ્યાં લગી એ બાળકો સહે જ ે સાફ થયાં નથી, તેમના દાંત, કાન, હાથ, પગ જોઈએ તેવાં નથી થયાં, તેમનાં ગંધાતાં કપડાં જ્યાં સુધી બદલાયાં નથી, અને જ્યાં સુધી ‘હં ુ ’નો ‘શું’ નથી થયો, ત્યાં સુધી તે જંપ વાળીને બેસવાની નથી. આટલો કાબૂ મેળવ્યા પછી માતા બાળકને પહે લો પાઠ રામનામનો આપશે. તે રામને કોઈ રામ કહે શે તો કોઈ રહે માન કહે શે; વસ્તુ એક જ હોય. ધર્મ પછી અર્થ તો હશે જ, તેથી માતા અંકગણિતનો આરં ભ કરશે. બાળકોને પલાખાં આપશે ને સરવાળા-બાદબાકી તે મોઢેથી શીખવશે. બાળકોને પોતે જ્યાં રહે તાં હોય તે જગ્યાનું ભાન હોવું જ જોઈએ તેથી તે તેમની આસપાસનાં નદીનાળાં, ટેકરા, મકાનો બતાવશે, ને તેમ કરતાં દિશાનું ભાન તો કરાવી જ દેશે. અને नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૮]

બાળકોની ખાતર તે પોતાના વિષયનું જ્ઞાન વધારશે. આ કલ્પનામાં ઇતિહાસ અને ભૂગોળ નોખા વિષય કદી ન હોય. બંનેનું જ્ઞાન વાર્તા રૂપે જ અપાય. આટલેથી માતાને સંતોષ તો ન જ થાય. હિં દુ માતા બાળકોને સંસ્કૃતનો ધ્વનિ બચપણથી જ સંભળાવે તેથી તેમને ઈશ્વરસ્તુતિના શ્લોકો મોઢે કરાવે ને બાળકની જીભ શુદ્ધ ઉચ્ચારણને સારુ વાળે. રાષ્ટ્રપ્રેમી માતા હિં દીનું જ્ઞાન તો આપે જ. તેથી બાળકની સાથે તે હિં દીમાં વાત કરે , હિં દી પુસ્તકોમાંથી કંઈ વાંચી સંભળાવે ને બાળકોને દ્વિભાષી બનાવે. બાળકને તે અક્ષરનું જ્ઞાન હમણાં નહીં આપે પણ તેના હાથમાં પીંછી તો મૂકે. તે ભૂમિતિની આકૃ તિઓ કઢાવે, સીધી લીટી, વર્તુળ, વગરે કઢાવે. જ ે બાળકો ફૂલ ન કાઢી આપે, અથવા લોટાનું ચિત્ર ન કરી આપે કે ત્રિકોણ ન કાઢી આપે તે કેળવણી પામેલ છે એમ માતા માને જ નહીં. અને સંગીત વિના તો બાળકોને તે ન જ રાખે. બાળકો મધુર સ્વરથી, એકસાથે રાષ્ટ્રગીતો, ભજનો વગેરે ન ગાઈ શકે તે સહન જ ન કરે . તેમને તાલબદ્ધ ગાતાં શીખવે, ભલી થાય તો તેમના હાથમાં એકતારો મૂકે, તેમને ઝાંઝ આપે, ડાંડિયારાસ શીખવે. તેમનાં શરીર કસવા સારુ તેમને કસરત કરાવે, દોડાવે, કુ દાવે અને બાળકોને સેવાભાવ શીખવવો છે ને હુન્નર પણ શીખવવો છે તેથી તે તેમને કાલાં વીણવાં, ફોલવાં, લોઢવા, પીંજવા, ને કાંતવાની ક્રિયાઓ શીખવે ને બાળકો રોજ રમતમાં ઓછામાં ઓછો અરધો કલાક કાંતી નાખે. આ ક્રમમાં હાલ આપણને જ ે પાઠ્યપુસ્તકો મળે છે તેમાંનાં ઘણાં નકામાં છે. દરે ક માતાને પોતાનો પ્રેમ નવાં પુસ્તકો આપી દેશે. કેમ કે ગામેગામ નવાં ઇતિહાસભૂગોળ હશે, અંકગણિતના દાખલા પણ નવા જ રચાય. ભાવનાવાળી માતા રોજ તૈયાર થઈને શીખવે ને પોતાની નોંધપોથીમાંથી નવી વાતો, 135


નવા દાખલા વગેરે રચે ને બાળકોને શીખવે. આ પાઠ્યક્રમને વધારે લંબાવવાની જરૂર ન હોવી જોઈએ. આમાંથી દરે ક ત્રણ માસનો ક્રમ ઘડી શકાય. કેમ કે બાળકો જુ દા જુ દા વાતાવરણમાં ઉછરે લાં હોય છે. તેથી આપણી પાસે એક જ ક્રમ હોઈ ન શકે. પ્રસંગે પ્રસંગે મળેલાં બાળકોને જોઈને જ ક્રમ ઘડી શકાય. કેટલીક વેળા તો બાળકો ઊલટુ ં શીખી આવ્યાં હોય તેમને તે ભુલાવવું પડે. છસાત વર્ષનું બાળક જ ેવાતેવા અક્ષર કાઢી જાણતું હોય, અથવા તેને ‘મા ભૂ પા’ વાંચવાનું વ્યસન પડી ગયું હોય તો તે તેની પાસે ભુલાવે. બાળક વાંચીને જ્ઞાન મેળવે એ ભ્રમ તેના મનમાંથી ન નીકળે ત્યાં સુધી આગળ વધે નહીં. અક્ષરજ્ઞાન જ ેણે જિંદગીભરમાં ન મેળવ્યું હોય તે વિદ્વાન બની શકે એ સહે જ ે કલ્પનામાં આવી શકે તેવું છે. આ લેખમાં મેં ક્યાંયે ‘શિક્ષિકા’ શબ્દનો ઉપયોગ

નથી કર્યો. શિક્ષિકા તો માતા છે. જ ે માતાનું સ્થાન ન લઈ શકે તે શિક્ષિકા થાય જ નહીં. બાળક કેળવણી લે છે એવું બાળકને લાગવું ન જોઈએ. જ ે બાળકની પાછળ માતાની આંખ ફર્યા જ કરે છે તે બાળક ચોવીસે કલાક કેળવણી જ લઈ રહે લ છે. નિશાળમાં છ કલાક બેસી આવનાર બાળક કંઈ જ કેળવણી ન લેતું હોય. આ અસ્તવ્યસ્ત થઈ ગયેલ જીવનમાં સ્ત્રીશિક્ષિકાઓ કદાચ ન મળી શકે. પુરુષો મારફતે જ બાળશિક્ષણ હાલ સંભવે એમ ભલે હોય. તો પુરુષ શિક્ષકે માતાનું મહાપદ મેળવવું પડશે ને છેવટે તો માતાએ તૈયાર થવું પડશે. પણ જો મારી કલ્પના યોગ્ય હોય તો ગમે તે માતા, જ ેને પ્રેમ છે તે થોડી મદદથી તૈયાર થઈ શકે છે. અને પોતાને તૈયાર કરતી તે બાળકોને પણ તૈયાર કરી શકે છે. (ગાં. અ. ૪૧ૹ ૫-૮) 

નવજીવનનાં કે ળવણીવિષયક પુસ્તકો કેળવણીનો કોયડો ગાંધીજી

_80.00

ખરી કેળવણી ગાંધીજી

_80.00

ટાૅલ્સ્ટાૅયની 23 વાર્તાઓ લિયો ટાૅલ્સ્ટાૅય, અનુ. જિતેન્દ્ર દેસાઈ

_150.00

પાયાની કેળવણી ગાંધીજી

_50.00

આત્મરચના અથવા આશ્રમી કેળવણી જુ ગતરામ દવે

_125.00

જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધી

_150.00

બુનિયાદી શિક્ષણ (નઈ તાલીમ)ની ઐતિહાસિક અને

136

વૈચારિક વિકાસયાત્રા ચંદ્રકાંત ઉપાધ્યાય

_35.00

મહાત્મા ગાંધીની કેળવણીની ફિલસૂફી ડાૅ. મણિભાઈ પટેલ

_60.00

મૂરખરાજ અને તેના બે ભાઈઓ ગાંધીજી

_10.00

ગાંધીજીનું શિક્ષણદર્શન (એમના જ શબ્દોમાં) સં. મ. જો. પટેલ

_60.00

[ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ઉપવાસ વી. પી. ગિદવાણી મનુષ્યનું શરીર સ્વસ્થ રહે તે સારુ કુ દરતે પોતાની અમાપ સંપત્તિમાંથી તેને જોઈતા લાભ લેવાની મનુષ્યને સગવડ કરી આપી છે. આપણા આયુર્વેદના ગ્રંથ પણ તેની સાક્ષી પૂરે છે. જોકે આજના ગતિવાન યુગમાં કુ દરતની અફાટ સંપત્તિનો લાભ મેળવી શકાય તેવાં દ્વાર આપણે જાતે જ બંધ કરી રહ્યાં છીએ. કુ દરત સાથેનો ન્યૂનતમ સંસર્ગ પણ જાળવી શકાતો નથી અને એટલે જ એક સમયે કુ દરતી ઉપચારથી સ્વાસ્થ્ય મેળવવાનો જ ે સંકલ્પ હતો, તે અત્યારે નબળો પડી રહ્યો છે. નિસર્ગોપચાર તરફ જો દૃષ્ટિ કેળવીએ અને તેનો થોડો ઘણો અમલ કરીએ તો તેનાથી ચમત્કારિક પરિણામ મળી શકે એમ ૧૯૨૪ • ૧૯૮૯ છે. નિસર્ગોપચાર દ્વારા રોગમુક્તિ પુસ્તકમાં લેખક વી. પી. ગિદવાણીએ નિસર્ગોપચારના આવા જ ચમત્કારિક પરિણામોની વાત મેડિકલી પુરાવા સહિત રજૂ કરી છે. વી. પી. ગિદવાણીજી વર્ષો સુધી સાબરમતી આશ્રમ ટ્રસ્ટના સહયોગથી નિસર્ગોપચાર ચિકિત્સા દ્વારા લોકોને સ્વાસ્થ્ય બક્ષ્યું છે. તેમના બહોળા અનુભવથી લખાયેલું પુસ્તક નિસર્ગોપચાર દ્વારા રોગમુક્તિ કેટલી સટીક માહિતી પીરસે છે, તેનો અંદાજો તેની અત્યાર સુધી થયેલી નવ આવૃત્તિથી જાણી શકાય છે. એક અરસા બાદ નવજીવન દ્વારા તેની દસમી આવૃત્તિ પ્રકાશિત થઈ છે. આ પુસ્તકનું એકેએક પ્રકરણ નિસર્ગોપચારના લાભ વિશે ઠોસ પુરાવા આપે છે. પ્રસ્તુત પુસ્તકમાં એક પ્રકરણ ઉપવાસ વિશે પણ આપવામાં આવ્યું છે, જ ેમાં યોગ્ય રીતે અને વૈજ્ઞાનિક ઢબે ઉપવાસ કરવાથી શરીરને કેવો લાભ છે, તેની વાત કરવામાં આવી છે…

તીવ્ર રોગ અને ઉપવાસ—કોઈ પણ જાતનો તીવ્ર છતાં સ્વજનો, મિત્રો, પાડોશી આ દરદીની વાત રોગ થયો હોય તો સામાન્ય રીતે બેત્રણ દિવસના ઉપવાસ રોગનિવારણ માટે પૂરતા થાય છે. દાખલા તરીકે, જુ દા જુ દા પ્રકારના તાવ, ઝાડા, શરદીસળેખમ વગેરે રોગોની સ્થિતિમાં ઉપવાસ જરૂરી છે એટલું જ નહીં, અનિવાર્ય પણ છે. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ખોરાક જઠરમાં નાખવો તે પોતાની જાત ઉપર જુ લમ જ કર્યો ગણાય. તીવ્ર રોગની સ્થિતિમાં પાચનરસોનો સ્રાવ અટકી જાય છે. જ ે કોઈ આહાર જઠરમાં પહોંચે તેનું પાચનરસોના અભાવને કારણે પાચન થશે નહીં, તે સડશે અને ઝેરી પદાર્થો ઉત્પન્ન થશે, જ ે રોગોમાં વૃદ્ધિ કરશે એટલે કોઈ પણ પ્રકારના તીવ્ર રોગમાં ઉપવાસ અનિવાર્ય છે. આપણે જ ે સમાજમાં રહીએ છીએ, એમાં ઉપવાસ કરવાનું જરા અઘરું બને છે. તાવ આવે, ભૂખ જ ન હોય, દરદી ચોખ્ખા શબ્દોમાં કહે “મને ભૂખ નથી, મને કશાની રુચિ નથી, મોઢું કડવું થઈ ગયું છે, મોઢામાં કંઈ સ્વાદ લાગતો નથી.” તેમ

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૮]

માનતા નથી. આગ્રહ કરે છે, “કાંઈક તો ખાવું પડશે. ચા, કૉફી, દૂધ, ફળનો રસ કાંઈક તો લો, નહીંતર નબળાઈ વર્તાશે.” તેઓ વારં વાર આગ્રહ કરીને ખવડાવવાનાં જ. આમ દરદી ભૂખ વગર ખાય છે. ખોરાક તેને પચતો નથી. જઠરમાં પહોંચીને સડે છે અને રોગને નાહક લંબાવે છે. કેટલાક સજ્જનોને એવો ખોટો ખ્યાલ હોય છે કે ઉપવાસ કરવાથી મૃત્યુ નીપજ ે છે. વાસ્તવમાં એમ થતું નથી. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન એવું સિદ્ધ થઈ ચૂક્યું છે કે ચાળીસ, પચાસ કે સાઠ દિવસોના ઉપવાસ કરવાથી પણ ખાસ નબળાઈ વર્તાતી નથી (જો ઉપવાસ શરૂ કરતી વખતે શરીર ભરાવદાર 137


હોય તો). ભારત જ ેવા દેશમાં તો સામાન્યતઃ એટલા લાંબા ઉપવાસની જરૂર પડતી નથી. ઉપવાસ શરૂ કરતાં પહે લાં દરદીની શારીરિક હાલત અત્યંત નબળી હોય તો જ ઉપવાસની પ્રતિકૂ ળ અસર થવાનો સંભવ રહે છે. ડૉ૰ શેલ્ટને એવાં કેટલાંય ઉદાહરણો આપ્યાં છે જ ેમાં કૂ તરાં, બિલાડીઓ, ભૂંડ વગેરે આકસ્મિક કારણસર પચાસથી સો દિવસો સુધી સાવ ભૂખ્યાં રહ્યાં હોવા છતાં જીવિત મળી આવ્યાં હતાં. એટલે બે કે ત્રણ દિવસના ઉપવાસથી મૃત્યુ થઈ જશે એવો ભય સેવવો નિરર્થક છે. દરદી પહે લેથી મૃત્યુશય્યા પર જ હોય અથવા તેનું કોઈ મહત્ત્વનું અંગ નકામું થઈ ગયું હોય અને એવી સ્થિતિમાં મૃત્યુ લગભગ નિશ્ચિત લાગતું હોય તેવા કિસ્સામાં ઉપવાસ કરાવી ઉપવાસને બદનામ કરવો એ યોગ્ય ન કહે વાય. આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉપવાસ દરમિયાન તો શરીરની શુદ્ધિ થાય છે, જ્યારે જ્યારે શરીરની શુદ્ધિ થાય છે ત્યારે રોગનાં લક્ષણ (માથું દુઃખવું, પેટનો દુખાવો, કેડનો દુખાવો, શરીર તૂટવું, તાવ, ઊલટી વગેરે) દેખાય છે. ડૉ૰ શેલ્ટન લખે છે કે આ લક્ષણોને હં ુ લાભદાયક માનું છુ .ં આ લક્ષણ જ ેટલાં તીવ્ર હોય તેટલા વધુ લાભ એ સમયે ઉપવાસ કરવાથી દરદીને થાય છે, અને આ લાભ સત્વર થાય છે. તીવ્ર રોગમાં કુ દરતી રીતે અને ઉપવાસમાં આપણી ઇચ્છાનુસાર શુદ્ધીકરણ આરં ભાય છે. ઉપવાસ વખતે પણ તીવ્ર રોગમાં બને છે તેમ ભૂખ લાગતી નથી. શરીરનું શુદ્ધીકરણ શરૂ થયું હોય છે એટલે આ સમયે શરીર પાચનકાર્યમાંથી મુક્તિ ઇચ્છે છે. શરીરની શુદ્ધિ સંપૂર્ણ થાય ત્યારે સ્વાસ્થ્યની પુનઃ ભરતી આવે છે. ભૂખ ફરી લાગવા માંડ ે છે. આહાર લેવાનો આ યોગ્ય સમય છે. જો આ સમયે આહાર લેવામાં ન આવે તો ત્યારથી ભૂખમરાની સ્થિતિ શરૂ થાય છે. સાચી ભૂખ લાગી હોય છતાં આપણે જમીએ નહીં તે સ્થિતિને ભૂખમરો કહે વાય. 138

કુ દરત ભૂખમરાની સ્થિતિમાં પણ મહત્ત્વના અવયવોને છેવટ સુધી સાચવી રાખવા માગે છે. એટલે પહે લાં ઓછી જરૂરિયાતવાળી માંસપેશીઓ ઉપયોગમાં આવવા માંડ ે છે. આમાંથી બનતો આહાર મહત્ત્વના અવયવોનું પોષણ કરે છે. આ પ્રક્રિયા ત્યાં લગી ચાલે છે, જ્યાં લગી આ પ્રકારનો આહાર મળતો રહે છે. જ્યારે તે મળતો બંધ થાય છે, ત્યારે મનુષ્ય મૃત્યુ પામે છે. આવા મૃત્યુના પોસ્ટમૉર્ટમ રિપોર્ટ ઉપરથી જાણવા મળે છે કે શરીરના જુ દા જુ દા અવયવોની નીચે દર્શાવેલાં પ્રમાણમાં ક્ષતિ થઈ છેૹ ચરબી ૯૧%, માંસપેશીઓ ૩૦%, બરોળ ૬૩%, યકૃ ત ૫૬%, લોહી ૧૭%, જ્ઞાનતંતુ ૦૦% મગજ તથા કરોડરજ્જુ ૦૦% શ્રી પાશુતીન આ બાબત અંગે લખે છે કે એક વ્યક્તિ ૧૩૨ દિવસ સુધી આહાર ન લેવાને કારણે મૃત્યુ પામી, ત્યારે તેના રક્તમાં લાલકણ ૪૮,૪૯,૪૦૦ દર ઘન મિલીમીટરે અને શ્વેતકણ ૭૮૫૨ દર ઘન મિલીમીટરે હતાં. એનો અર્થ એ કે તે સમયે પણ તેના લોહીનું બંધારણ સ્વસ્થ વ્યક્તિના લોહીના જ ેવું જ જળવાઈ રહ્યું હતું. આનાથી સ્પષ્ટ થાય છે કે હૃદય, મગજ, રક્ત વગેરે મહત્ત્વનાં અંગોને મૃત્યુ સુધી કોઈ હાનિ પહોંચતી નથી, એટલે એકબે દિવસના ઉપવાસથી મૃત્યુ થઈ જશે કે કોઈ ગંભીર સ્થિતિ ઊભી થશે એમ માનવું એ ખોટો ભય જ ગણાય. આટલું જાણ્યા પછી પણ જો કોઈને ઉપવાસનો ભય રહે તો હોય તો તેણે ઉપવાસ કરવા જોઈએ નહીં. તીવ્ર રોગ હોય ત્યારે ભૂખ તો હોતી જ નથી, મોઢાનો સ્વાદ બગડેલો છે, કુ દરતી રીતે જ પ્રેરણા થતી હોય કે આહાર નહીં જોઈએ, આવી સ્થિતિમાં ઉપવાસ અને આરામ જ શ્રેષ્ઠ ગણાય. અનુભવથી જણાયું છે કે જ ે લોકોને મલેરિયાનો તાવ વર્ષોથી હે રાન કરતો હતો, દરે ક વખતે ક્વિનાઇનની ગોળીઓ અને ઇન્જેક્શનો લેવા છતાં બીજી ઋતુમાં [ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


પાંચસાત વખત આમ કર્યા પછી આખા એક દિવસનો ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ શરૂ કરીએ તે પહે લાંના ટંકે ભોજન અર્ધંુ લેવું, અથવા તો ફળો જ આરોગવાં. પારણાં કેમ કરવાં તેનો સ્પષ્ટ નિર્દેશ અગાઉ થઈ ગયો છે. હઠીલા રોગોમાં પણ કેટલીક વાર રોગ તીવ્ર બની જાય છે. આપણે તેને રોગનો હુમલો આવ્યો એમ કહીએ છીએ; આમ થાય ત્યારે તો જ્યાં લગી તીવ્ર રોગનાં લક્ષણ સમાપ્ત ન થાય, ત્યાં લગી ઉપવાસ કરવો જ જોઈએ. સ્વસ્થ કહે વાતી વ્યક્તિ પણ પખવાડિયા કે મહિનામાં એક દિવસ આરામ સાથે ઉપવાસ કરતી રહે તો તેને કદી પણ તીવ્ર રોગ થશે નહીં, કારણ કે આ રીતે ઉપવાસને કારણે તેના શરીરની શુદ્ધિ થતી રહે શે. વર્ષોથી શરીરમાં સંચિત થયેલી અશુદ્ધિઓ ઉપવાસ દ્વારા કેવી રીતે બહાર ફેં કી શકાય છે તે આપણે જોઈ ગયા. કૅ ન્સર જ ેવા અસાધ્ય રોગની ગાંઠ પણ ઉપવાસ દ્વારા છિન્નભિન્ન થઈ ઓસરી જાય છે. ઉપવાસનો આ પ્રભાવ જાણતા હોવા છતાં, જ ે સમાજમાં આપણે રહીએ છીએ, એમાં ઉપવાસનું સાધન અપનાવવાનું કામ ઘણું મુશ્કેલ હોય છે. નિસર્ગોપચારના નિયમો પ્રમાણે તો તીવ્ર રોગોમાં ઉપવાસ અનિવાર્ય જ ગણાય. રોગ હઠીલા હોય અને એવા રોગવાળાઓએ આજીવિકા માટે રોજ કામ તો કરવાનું જ હોય, એવા સંજોગોમાં ઉપવાસ માટે સમય કાઢવો મુશ્કેલ બને એ દેખીતું છે. વળી એવા માણસને પોતાને ઉપવાસમાં શ્રદ્ધા ઓછી હોય છે. અધૂરામાં પૂરું સગાંસંબંધી પણ ઉપવાસનો વિરોધ કરતાં હોય છે. આવા સંજોગોમાં રોગી જો શુદ્ધિકારક આહાર અપનાવે અને સાથે સાથે સ્વાસ્થ્યના થોડા નિયમોનું પાલન કરે તોપણ તેને પૂરો લાભ થઈ શકે છે, થયો હોવાના દાખલા મોજૂ દ છે.

તેનો ફરી હુમલો થતો હતો, તેમનો મલેરિયાનો તાવ ઉપવાસ કરવાથી હં મેશાંને માટે જતો રહ્યો. ઉપવાસ કરવાથી તાવ વગેરે તીવ્ર રોગ મટી જાય ત્યારે પારણાં કેમ કરવાં એ વિધિ પર વિશેષ ધ્યાન દેવાની જરૂર છે. પારણાં કરતી વખતે સ્ટાર્ચ, ચરબી, પ્રોટીનવાળા દુષ્પાચ્ય પદાર્થો લેવાનો નિષેધ છે. આ સમયે પાચનરસોનો સ્રાવ મંદ હોય છે એટલે આવા પચવામાં ભારે ગણાતા પદાર્થો ખાવા એ રોગને ફરી નોતરવા બરાબર જ ગણાય. આ સમયે તો ફળનો રસ, અને તે પણ ચોક્કસ સમયે અલ્પ પ્રમાણમાં લેવો જોઈએ. દાખલા તરીકે, એક દિવસના ઉપવાસ પછી બીજ ે દિવસે સવારે ફળનો રસ, દિવસ દરમિયાન થોડાં ફળો, સાંજ ે એક રોટલી અને શાક અને ત્રીજ ે દિવસે સામાન્ય આહાર લેવો જોઈએ. જો બે દિવસ ઉપવાસ કરવામાં આવે તો ત્રીજ ે દિવસે ત્રણચાર વખત એક એક ગ્લાસ ફળનો રસ, ચોથા દિવસે સવારે ફળનો રસ, દિવસ દરમિયાન ફળો અને સાંજ ે એક જ રોટલી અને શાક લેવાં જોઈએ. પાંચમા દિવસથી સામાન્ય આહાર શરૂ કરી શકાય. જો ત્રણ દિવસ ઉપવાસ કરવામાં આવે તો ચોથા દિવસે ત્રણચાર વખત અર્ધો અર્ધો ગ્લાસ ફળનો રસ, એમાં અડધો ગ્લાસ પાણી ભેળવીને લેવો જોઈએ. પાંચમા દિવસે ત્રણચાર વાર એક ગ્લાસ ફળનો રસ, છઠ્ઠા દિવસે સવારે એક ગ્લાસ રસ, બપોરે ફળ અને સાંજ ે એક રોટલી અને શાક લેવાં જોઈએ. સાતમા દિવસથી સામાન્ય આહાર શરૂ કરવો જોઈએ. ઉપવાસ જ ેમ વધુ લાંબા ગાળાનો હોય તેમ આહારનું પણ ક્રમશઃ નિયમન કરીને તે લેવો જોઈએ. ઉપવાસ દરમિયાન આરામ અત્યંત આવશ્યક છે, જો આરામ લેવાય નહીં તો શરીરના શુદ્ધીકરણનું કામ થશે નહીં. હઠીલા રોગવાળાઓ માટે શ્રેષ્ઠ સૂચન એ છે કે અઠવાડિયામાં એક ટંક ખાવાનું તેઓ જતું કરે અને બીજ ે ટંકે ફળનો રસ લઈ ઉપવાસનો અંત લાવે. 

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૮]

139


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ આ માસ ખેડા સત્યાગ્રહના નામે રહ્યો. શરૂઆતના દોઢ અઠવાડિયાના ગાળામાં તો ગાંધીજી નડિયાદ અને ખેડાના અન્ય ગામોમાં જ ખૂબ ઘૂમ્યા અને અહીં તેમના દરે ક વક્તવ્યમાં રૈ યતને મહે સૂલ ન ભરવાનો સાદ સંભળાય છે. અમદાવાદ મિલમજૂ ર સત્યાગ્રહના સમાધાન બાદ ખેડાનો પ્રશ્ન તુરંત હાથ ધર્યો હોવા છતાં ગાંધીજીની ખેડા અંગેની પૂરતી તૈયારી હતી. આ તૈયારીની ઝલક માસની શરૂઆતમાં જ લીંબાસીમાં થયેલી એક સભામાં જોવા મળે છે, જ્યાં ગાંધીજી કહે છે કે, “સરકારનો કક્કો સદા સાચો થાય અને રૈ યતનો કક્કો હં મેશાં જૂ ઠો થાય એ જોઈ મને દુઃખ થાય છે. આ ગુલામી દશા છે. હવે આપણે તે નથી ભોગવવી…” કરમસદની સભામાં તો ગાંધીજીનો મિજાજ ઓર તીવ્રતાએ પહોંચે છે, જ્યાં તેઓ કહે છે કે, “આ લૂંટફાટનું રાજ્ય નથી, પણ ન્યાયનું છે. આ રાજ્ય જ ે દિવસે ઇરાદાપૂર્વક લૂંટફાટનું છે એમ મને ખબર પડશે તે દિવસે હં ુ તેને બેવફા છુ ,ં એમ માનજો” આ માસની અતિવ્યસ્તતાને કેવી રીતે ગાંધીજી જોવે છે, તેનો ઉલ્લેખ ડેનિશ યુવતિ એસ્થર ફે રિં ગને લખેલા પત્રમાં વાંચવા મળે છે, જ્યાં તેઓ લખે છે કે, “ચારે બાજુ એથી આફતના પોકારો મને બોલાવી રહ્યા છે. હં ુ જ્યારે ઉપાય જાણું છુ ં ત્યારે મારાથી મદદ કરવાની ના કેમ પાડી શકાય?” જોકે લડત પ્રત્યેનો જ ે સ્થાયી દૃષ્ટિભાવ એસ્થર ફે રિં ગના પત્રમાં મળે છે તેનાથી વિપરીત લડતનો ઉલ્લેખ દેવદાસ ગાંધીને લખેલા પત્રમાં દેખાય છે, જ ેમાં ગાંધીજી લખે છે કે, “અમદાવાદના કાર્યમાં જ ે આનંદ મને મળતો તે અહીં નથી મળી શકતો. મનમાં ઉદ્વેગ રહ્યા કરે છે અને તરં ગો આવ્યા કરે છે. …તેથી કોચવાઉં છુ .ં કામ તો સરસ થઈ રહ્યું છે પણ હવે મન થાક્યું છે.” આ બધાની વચ્ચે પણ હં મેશ મુજબ મિત્રો-સ્વજનોને પત્ર લખીને ખબર-અંતર જાણવા-જણાવવાનો નિત્યક્રમ ચાલુ રહે છે. ખેડાના અન્યાયી મહે સૂલ સંદર્ભમાં અમદાવાદ અને મુંબઈના સરકારના વિવિધ પદાધિકારીઓને મળવાનો ક્રમ પણ પૂરો માસ ચાલ્યો. આ માસનો અંત આવતાં આવતાં યુદ્ધપરિષદમાં ભાગ લેવા-ન લેવાની કવાયત શરૂ થાય છે, પરિષદમાં તો ગાંધીજી ભાગ ન લેવાનું ઠરાવે છે પણ યુદ્ધની કામગીરીમાં સેવાઓ આપવાનું સ્વીકારે છે. ૧૯૧૮—એપ્રિલ

1 નડિયાદ  કઠલાલ  કઠાણા. 2 અમદાવાદ  માતર  લીંબાસીૹ જાહે ર સભા; સમય સાંજ, તળાવના કિનારે મહાદેવના મંદિરમાં. 3 નડિયાદ. 4 નડિયાદ  કરમસદૹ જાહે ર સભા. 5 નડિયાદ  વડથલૹ જાહે ર સભા.  ખેડાૹ જાહે ર સભા  કલેક્ટરને મળ્યા.  નડિયાદ. 6 નડિયાદ  ઉત્તરસંડાૹ જાહે ર સભા.  નડિયાદ. 7 નડિયાદ  તોરણા  નવા ગામૹ જાહે ર 140

સભાઓ-બંને ગામે. 8 નડિયાદ  વાસદ  બોરસદૹ જાહે ર સભા. 9 [નડિયાદ]. 10 નડિયાદ  સીંહૂજ  એકલાચાૹ જાહે ર સભાઓ-બંને સ્થળે.  અમદાવાદૹ કલેક્ટર સાથે રં ગરૂટની ભરતી અંગે ચર્ચા કરી. 11 અમદાવાદ.  નાવલી. નાવલીથી વડોદ રથમાં.  વડોદ 12 નડિયાદૹ કમિશનરે બોલાવેલી સભામાં જવા લોકોને અનુરોધ કર્યો;     કમિશનરને [ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગોળ ગોળ વાતો કરી.  જાહે ર સભા. 13 મુંબઈૹ ખેડાના મામલા અંગે રે વન્યુ મેમ્બર સર કાર્માઇક્લને, અને દુબોલ, ચંદાવરકર વગેરેને મળ્યા.  ખેડાની પરિસ્થિતિ વિશે ભાષણ; સ્થળ શાંતારામની ચાલી; પ્રમુખ વિઠ્ઠલભાઈ. 14 નડિયાદ. 15 નડિયાદૹ ખેડા સત્યાગ્રહ અંગે સરકારને કાગળ લખ્યો, અને સ્વયંસેવકોને સૂચનાઓ આપી. 16 દંતેલી  ચીખોદરા  ઓડૹ જાહે ર સભાઓ. 17 નડિયાદૹ કમિશનરના ભાષણનો રદિયો આપ્યો.  અમૃતલાલ સુંદરજી પઢિયારના ‘અત્યંજ સ્રોત’ની પ્રસ્તાવના લખી. 18 રાસ  ચીખોદરાૹ સભાઓ. 19 નડિયાદ. 20 કાસોર  અજરપુરા  સામરખા વગેરેૹ પ્રવચનો  અમદાવાદ. 21 અમદાવાદ  પંડોળી  સૂણાવ. 22 પાલજૹ જાહે ર સભા.  થી નીકળ્યા. 23 મુંબઈૹ ભીખારી કમિટીની સભામાં હાજર.1  ખેડા સત્યાગ્રહ વિશે પ્રવચન;

સ્થળ શાંતારામની ચાલી; પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ. ટિળક પણ બોલ્યા. 24 મુંબઈૹ થી નીકળ્યા. 25 દિલ્હી. 26 દિલ્હીૹ વાઇસરૉયના નિમંત્રણને માન આપી યુદ્ધ પરિષદમાં હાજર રહે વા આવ્યા, પણ પરિસ્થિતિ જોતા લાગ્યું કે હાજર રહે વાનો અર્થ નથી. એ મતલબનો કાગળ વાઇસરૉયને લખ્યો. એ એન્ડ્રૂ ઝ આપી આવ્યા.  એમની સાથે મુલાકાત  પરિષદમાં કમને ગયા. પણ ઍની બીસન્ટ, ટિળક, અલીભાઈઓ વગેરેને બોલાવ્યા નહોતા તેથી પરિષદનો ત્યાગ કર્યો. 27 દિલ્હીૹ વાઇસરૉય સાથે લંબાણથી મસલત. પરિણામે ભરતી સમિતિમાં ભાગ લીધો. 28 દિલ્હીૹ કો-ઑપરે ટિવ સ્ટોર ખુલ્લો મૂક્યો; સ્થળ ચાંદની ચૉક. 29 દિલ્હીૹ યુદ્ધ પરિષદમાં બોલ્યાૹ ‘અમે પૂરો સહકાર આપશું.’ આ પરિષદમાં નહીં બોલાવેલા નેતાઓને, પ્રાંતિક પરિષદમાં નિમંત્રી, થયેલી ભૂલ સુધારવા, વાઇસરૉયને લખવા ધારે લા પત્રનો મુસદ્દો ઘડ્યો. 30 દિલ્હીૹ આ પત્ર વાઇસરૉયને મોકલ્યો.

1. રૂસ્તમ મસાણીનો અહીં પ્રથમ પરિચય થયો. 

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા મે, ૨૦૧૮

નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી હિં મતલાલ ન. ભાવસાર, બાઇન્ડિંગ વિભાગ, •

જ. તા.  ૧૧-૦૫-૧૯૬૨

नवजीवन નો અક્ષરદેહ [ એપ્રિલ ૨૦૧૮]

શ્રી મયૂરભાઈ જ. શાહ, હિસાબ વિભાગ

•  ૨૩-૦૫-’૬૧

141


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે.

તેની વિગત આ પ્રમાણે છેૹ

નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા  બ્રાન્ચૹ આશ્રમ રોડ કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે.

નિવૃત્તિ નોંધ શ્રી દિનેશભાઈ કા. સોલંકી

શ્રી લીલાભાઈ કે. દેસાઈ

શ્રી દિનેશભાઈ નવજીવનમાં ચાર દાયકા સેવા આપીને તા. ૧૩૦૪-૨૦૧૮ના રોજ વયનિવૃત્ત થયા છે. તેઓ ૧૯૭૭માં નવજીવનમાં જોડાયા હતા. દિનેશભાઈની લાંબી સેવા બદલ શાલ ઓઢાડી તથા ચરખો ભેટ આપીને સન્માનવામાં આવ્યા. શરૂઆતના સેવાકાળ દરમિયાન તેમણે એસટીના ટિકિટ ચેકિંગ વિભાગમાં કામ કર્યું. ત્યાર બાદ ઑફસેટ અને બાઇન્ડિગ વિભાગમાં પણ સેવા આપી. દિનેશભાઈ મિતભાષી, કર્મઠ અને સાલસ સ્વભાવના વ્યક્તિ રહ્યા છે. સંસ્થામાં જ ે કામ સોંપાયું તે કામ નિષ્ઠાપૂર્વક કર્યું છે. નવજીવનમાંથી તેમની વિદાય ચોક્કસ એક ખાલીપો સર્જશે. નવજીવન પરિવાર વતી શ્રી દિનેશભાઈને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે દિલથી શુભેચ્છા.

શ્રી લીલાભાઈ ૧૯૭૮માં નવજીવનમાં જોડાયા હતા. ૪૦ વર્ષના સેવાકાળ બાદ તેઓ તા. ૦૧-૦૪-૧૮ના રોજ વયનિવૃત્ત થયા છે. વિદાય સમારં ભમાં સંસ્થા દ્વારા તેમને સન્માનવામાં આવ્યા હતા. સંસ્થાની પરં પરા મુજબ તેમને શાલ ઓઢાડીને ચરખો ભેટ આપવામાં આવ્યો હતો. નવજીવનમાં લાંબા કાર્યકાળ દરમિયાન તેમણે સ્ટોર્સ, એસ્ટેટ અને બાઈન્ડિંગ વિભાગમાં નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી હતી. મજબૂત મન-શરીર ધરાવનારા લીલાભાઈના આનંદી સ્વભાવની સાથી મિત્રોને ઊણપ સાલશે. કોઈ પણ કામમાં તેઓ પાછા પડતા નહીં અને સંસ્થા પ્રત્યેનો સેવાભાવ હં મેશાં તેમના કામમાં ઝળકતો રહ્યો છે. નવજીવન પરિવાર વતી લીલાભાઈને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છા.

142

[ એપ્રિલ ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


વૈકુંઠ તારા હૃદયમાં છે ફોર કલર ટાઇટલ પેપરબેક બાઇન્ડિંગ સાઇઝ 5.5 x 8.5 પાનાં 192 ₹ 200.00

લિયો ટૉલ્સ્ટૉય

૧૮૨૮ • ૧૯૧૦

બારિસ્ટર એમ. કે. ગાંધી પર પ્રભાવ પાડનાર બે પુસ્તકો અનુ. ચિત્તરંજન વોરા એમ. કે. ગાંધી

૧૮૬૯ • ૧૯૪૮

અન્ટુ ધિસ લાસ્ટ ફોર કલર ટાઇટલ પેપરબેક બાઇન્ડિંગ સાઇઝ 5.5 x 8.5 પાનાં 168 ₹ 170.00

જૉન રસ્કિન

૧૮૧૯ • ૧૯૦૦ ૧૪૩


ચલણી નાણું અને બૅંકો : અસમાન વહેંચણીનું અનિષ્ટ

૧૪૪


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.