Navajivanno Akshardeh June 2021

Page 1

વર્ષૹ ૦૯ અંકૹ ૦૬ સળંગ અંકૹ ૯૮ • જૂ ન ૨૦૨૧

છૂ ટક કિંમત ઃ _ ૧૫

સ્વરાજ્ય શું છે? એ તો માયા છે. એ એવા ધુમ્મસ જ ેવું છે, જ ે અનંતના પ્રખર તેજ ઉપર કશી પણ નિશાની મૂક્યા વિના વીખરાઈ જવાનું છે. પશ્ચિમમાંથી આણેલાં સૂત્રો વડે આપણે આપણી જાતને ગમે તેટલા ભ્રમમાં નાખીએ તોપણ સ્વરાજ્ય કાંઈ આપણું ધ્યેય નથી. આપણી લડાઈ એક આધ્યાત્મિક લડાઈ છે… એ मानवी માટે છે. માનવીએ પોતે પોતાની આસપાસ જ ે જટિલ જાળ ગૂંથી છે તેમાંથી… એટલે કે રાષ્ટ્રીય અહં તાને નામે એણે ઊભી કરે લી સંસ્થાઓનાં બંધનોમાંથી,… આપણે માનવીને મુક્ત કરવાનો છે. પતંગિયાને આપણે સમજાવવું પડશે કે કોશેટામાં પુરાઈને સુરક્ષિત રહે વા કરતાં આકાશમાં મુક્ત વિહાર કરવાનો અનુભવ વધારે કીમતી છે. જો આપણે શરીરબળવાળા, શસ્ત્રસજ્જ અને ધનિક લોકોને પડકાર કરી શકીશું… અને એ રીતે દુનિયાને અમર આત્મતત્ત્વની શક્તિનો પરચો બતાવીશું, તો આસુરી શક્તિનો આખો કિલ્લો હવામાં ઊડી જશે. અને ત્યારે જ માનવીને તેનું સ્વરાજ્ય મળશે. … રવીન્દ્રનાથ ટાગોર [‘અસહકાર વિશે ટાગોર’ની ટીકામાંથી]


વર્ષૹ ૦૯ અંકૹ ૦૬ સળંગ અંકૹ ૯૮ • જૂ ન ૨૦૨૧ છૂ ટક કિંમત ઃ _ ૧૫ તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

૧. અસહકાર વિશે ટાગોરની ટીકા . . . . . . . . . . . . . . . . . . . . . ��� ૧૭૫ ૨. કવિની ચિંતા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . ા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી ��� ી ��� ૧૭૯ ૩. મજબૂતીનું નામ મહાત્મા ગાંધી – ૨. . . . . . . પુરુષોત્તમ અગ્રવાલ ��� અગ્રવાલ ��� ૧૮૩ ૪. તાણનું સંગીત. . . . . . . . . . . . . . . . . . . . . . ીત. . . . . . . . . . . . . . . . . . . . . . વાડીલાલ વાડીલાલ ડગલી ��� ડગલી ��� ૧૮૯

કપિલ રાવલ

૫. સેન્ટ ઑગેસ્ટાઇન. . . . . . . . . . . . . . . ્ટાઇન. . . . . . . . . . . . . . . મનુ મનુભાઈ પંચોળી ‘દર્શક’ ��� ‘દર્શક’ ��� ૧૯૨

સાજસજ્જા

૬. જગન્નાથમાં સૌ સરખા. . . . . . . . . . . . . . . . . . સરખા . . . . . . . . . . . . . . . . . . રઘુ રઘુનાથ મિશ્ર ���� મિશ્ર ����૧૯૬ ૧૯૬

અપૂર્વ આશર આવરણ ૧

[શાંતિનિકેતનમાં ફે બ્રુઆરી, ૧૯૪૦માં] આવરણ ૪

૭. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . . . ચંદુલાલ ભ. દલાલ ��� દલાલ ��� ૨૦૦ ૮. મહે નત, મૃત્યુ અને માંદગી…. . . . . . . . . . . . . . ગી…. . . . . . . . . . . . . . જિતેન્દ્ર દેસાઈ ��� ાઈ ��� ૨૦૨  ‘नवजीवन ‘नवजीवनનો નો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… ��������������� ૨૦૫

મરણભય

[नवजीवन : ૧૪-૦૮-૧૯૨૧ ]

વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં) લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે: કવર પર વાચકોનાં સરનામાંમાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૨૦)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૨૦ એ ૨૦૨૦નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. 174


અસહકાર વિશે ટાગોરની ટીકા સમયુગી ટાગોર અને ગાંધી એકબીજાના હૃદયસ્થ હોવા છતાં તેમની વચ્ચે વિચારભેદ થયા ત્યારે તેઓ તેને અભિવ્યક્ત કરતા રહ્યા છે. સહજ-સરળ રીતે વિચારભેદની રજૂ આત આ બંને મહાનુભાવો વચ્ચે સમયાંતરે થતી રહી છે, તેમાં કેટલીક રજૂ આત જાહે રમાં થઈ છે. ટાગોરે मोडर्न रिव्यूના ‘કૉલ ટુ ટ્રુ થ’ નામના લેખમાં રેં ટિયાની ટીકા કરતાં લખ્યું છે : ‘રેં ટિયો એ બુદ્ધિને કચરે છે.’ [ગાં. અ. ૨૧ : ૨૫૮]. તે લેખમાં ટાગોરને અસહકાર અને સ્વદેશી વિશે પણ એકલપેટાપણાનો આભાસ લાગ્યો છે. ગાંધીજીએ આ અંગે ટાગોરને વિસ્તારથી જવાબ ‘કવિની ચોકી’ નામના લેખમાં આપ્યો છે. તે અગાઉ પણ રવીન્દ્રનાથ ટાગોરે અસહકાર વિશે ટીકા પત્રો દ્વારા લખીને ગાંધીજી સુધી પહોંચાડી હતી. ગાંધીજીએ આ પત્રોનો જવાબ ‘કવિની ચિંતા’ લેખથી જાહે રમાં આપ્યો છે. અસહકાર આંદોલનની શતાબ્દી સમયે ટાગોરના અસહકાર વિશેની ટીકા અને તેની પ્રતિક્રિયારૂપે ગાંધીજીનો ઉત્તર પ્રસ્તુત છે અને અગત્યનોય છે. પરસ્પર આદરપૂર્વક સંવાદની પરં પરા આજ ે વીસરાઈ ચૂકી છે તેનો ખ્યાલ પણ આ રજૂ આતથી આવી શકે છે. …

(૧) માર્ચ ૨, ૧૯૨૧

હિંદુસ્તાનની ગરીબ અને અપમાનિત ધ્યેય નથી. આપણી લડાઈ એક આધ્યાત્મિક

માનવતાના હૃદયમાં રાહ જોઈને બેઠલ ે ી દીન–દુર્બળની પ્રચંડ શક્તિને, દૂબળા–પાતળા અને ભૌતિક સાધનો વિહોણા મહાત્મા ગાંધીએ હાકલ કરી છે તે યોગ્ય જ થયું છે. હિં દુસ્તાનની ભાગ્યદેવીએ પોતાના સાથી તરીકે નારાયણને પસંદ કર્યા છે, નારાયણની સેનાને નહીં, … આત્મબળને પસંદ કર્યું છે, શરીરબળને નહીં. અને તેણે માનવ-ઇતિહાસને શારીરિક યુદ્ધના નીચલા સ્તરમાંથી ઉઠાવીને ઉચ્ચતર નૈતિક ભૂમિકા પર લાવી મૂકવાનો છે. સ્વરાજ્ય શું છે? એ તો માયા છે. એ એવા ધુમ્મસ જ ેવું છે, જ ે અનંતના પ્રખર તેજ ઉપર કશી પણ નિશાની મૂક્યા વિના વીખરાઈ જવાનું છે. પશ્ચિમમાંથી આણેલાં સૂત્રો વડે આપણે આપણી જાતને ગમે તેટલા ભ્રમમાં નાખીએ તોપણ સ્વરાજ્ય કાંઈ આપણું

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨1]

લડાઈ છે… એ मानवी માટે છે. માનવીએ પોતે પોતાની આસપાસ જ ે જટિલ જાળ ગૂંથી છે તેમાંથી… એટલે કે રાષ્ટ્રીય અહં તાને નામે એણે ઊભી કરે લી સંસ્થાઓનાં બંધનોમાંથી,… આપણે માનવીને મુક્ત કરવાનો છે. પતંગિયાને આપણે સમજાવવું પડશે કે કોશેટામાં પુરાઈને સુરક્ષિત રહે વા કરતાં આકાશમાં મુક્ત વિહાર કરવાનો અનુભવ વધારે કીમતી છે. જો આપણે શરીરબળવાળા, શસ્ત્રસજ્જ અને ધનિક લોકોને પડકાર કરી શકીશું… અને એ રીતે દુનિયાને અમર આત્મતત્ત્વની શક્તિનો પરચો બતાવીશું, તો આસુરી શક્તિનો આખો કિલ્લો હવામાં ઊડી જશે. અને ત્યારે જ માનવીને તેનું સ્વરાજ્ય મળશે. પૂર્વમાં રહે નારા આપણે, કંગાળ, ચીંથરે હાલ લોકોએ તો આખી માનવજાત માટે સ્વતંત્રતા મેળવવાની છે. 175


મેં પશ્ચિમનું જગત જોયું છે. જ ે નપાવટ મિજબાની ખાઈને તે પ્રતિક્ષણ મસ્ત રહે છે, વધુ ને વધુ માતેલું, રાતું અને ભયંકર રીતે મદોન્મત્ત બને છે, તેવી મિજબાનીની મને લાલસા નથી. મધ્યરાત્રીએ રોશની પ્રગટાવીને દારૂમાં ચકચૂર થવાનું આપણે નથી માગતા, આપણે તો પ્રભાતના મનોહર પ્રકાશમાં જાગૃતિ માગીએ છીએ.

આપણી ભાષામાં “નેશન” (રાષ્ટ્ર) શબ્દનો પર્યાય નથી. આ શબ્દ આપણે બીજા લોકો પાસેથી ઉછીનો લઈએ છીએ ત્યારે એ આપણને સહે જ પણ બંધબેસતો થતો નથી. કારણ એ છે કે આપણે તો નારાયણનું પલ્લું પકડવાનું છે, અને આપણી જીત થશે તો તે આપણને એક સાચો વિજય અપાવશે, એક ઈશ્વરી જગત માટેનો વિજય અપાવશે. (૨)

માર્ચ ૫, ૧૯૨૧

અસહકારનો વિચાર એ તો રાજદ્વારી ફકીરી છે. આપણા વિદ્યાર્થીઓ એમના ત્યાગની શ્રદ્ધાંજલિ કોને અર્પી રહ્યા છે? વધારે પરિપૂર્ણ શિક્ષણને નહીં, પરં તુ શિક્ષણના અભાવને. આ ત્યાગની પાછળ તોડીફોડી નાખવાનો ઉત્કટ આનંદ રહે લો છે. આ આનંદ એના શ્રેષ્ઠ સ્વરૂપમાં ફકીરી કે સંન્યાસ કહે વાય છે, અને જ્યારે એ અધમ કોટિએ પહોંચે છે ત્યારે એ અત્યાચારનું તાંડવ બની રહે છે. આ તાંડવ ખેલતાં માનવસ્વભાવ સામાન્ય જીવનની પાયાની વાસ્તવિકતામાં વિશ્વાસ ખોઈ બેસે છે, અને નિરર્થક વિનાશમાં નિઃસ્પૃહ આનંદનો અનુભવ કરે છે. આ હકીકત ગત મહાયુદ્ધ વખતે તથા આપણી આસપાસ બનેલા બીજા પ્રસંગોએ છતી થયેલી છે. અસહકાર એના નિષ્ક્રિય નૈતિક સ્વરૂપમાં એક સંન્યાસ છે, અને સક્રિય નૈતિક સ્વરૂપમાં હિં સા છે. જ ેમ તોફાન વખતે ખળભળી ઊઠેલો સાગર હિં સાનું સ્વરૂપ છે, તેવી જ રીતે મરુસ્થળ પણ હિં સા (ઉપેક્ષા)નું જ સ્વરૂપ છે. તે બંને જીવનના શત્રુ છે. બંગાળમાં સ્વદેશીની ચળવળ ચાલી ત્યારે 176

નાના વિદ્યાર્થીઓનું એક ટોળું અમારા “વિચિત્રા” નામના મકાનના પહે લા માળના ખંડમાં મને મળવા આવ્યું હતું તે દિવસ મને યાદ આવે છે. એમણે મને કહ્યું કે જો આપ અમને શાળાઓ અને કૉલેજો છોડી દેવાનો આદેશ આપશો, તો અમે એનો તરત જ અમલ કરીશું. એવો આદેશ આપવાની મેં ભારપૂર્વક ના પાડી એટલે માતૃભૂમિ વિશેનો મારો પ્રેમ સાચો નથી એવી શંકા લાવીને તેઓ ગુસ્સે થઈને ચાલ્યા ગયા. તેમ છતાં લોકોનો આ અદમ્ય ઉત્સાહ ફાટી નીકળ્યો તેના ઘણા દિવસ પહે લાં મેં પોતે જ એક સ્વદેશી સ્ટોર ખોલવા માટે, તે વખતે મારા કહી શકાય એવા પાંચ રૂપિયા પણ મારી પાસે નહોતા ત્યારે , એક હજાર રૂપિયા આપીને લોકોની હાંસી ઉપરાંત નાદારી વહોરી હતી. એ વિદ્યાર્થીઓને પોતાની શાળાઓ છોડવાની સલાહ આપવાની મેં ના પાડી તેનું કારણ એ હતું કે શાળાઓ છોડવી એ એક નકારાત્મક પગલું છે અને તેનાથી અરાજકતા જન્મે છે. આવી અરાજકતા થોડા જ સમય માટે ફે લાવાની હોય તોપણ મને એના તરફ [ જૂન ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


કદી આકર્ષણ થતું નથી. જ ે કાલ્પનિક સિદ્ધાંત જીવંત વાસ્તવિકતા સામે આંખ મીંચવા તૈયાર થાય છે તેનો મને બહુ ડર લાગે છે… તમે જાણો છો કે જ ેવી રીતે માણસમાં એનું સ્થૂળ શરીર જ સર્વશ્રેષ્ઠ સત્ય છે એમ હં ુ માનતો નથી, તેવી જ રીતે પશ્ચિમની અર્થપ્રધાન સંસ્કૃતિમાં પણ મને શ્રદ્ધા નથી. પરં તુ સ્થૂળ શરીરનો નાશ કરવામાં આવે અથવા જીવનની ભૌતિક જરૂરિયાતોની ઉપેક્ષા કરવામાં આવે, એમાં મને એથીયે ઓછી શ્રદ્ધા છે. જરૂર તો એ વાતની છે કે માણસની શારીરિક અને આધ્યાત્મિક પ્રકૃ તિ વચ્ચે મેળ સ્થાપવામાં

આવે, પાયો અને એની ઉપર ચણેલી ઇમારત વચ્ચે સમતુલા જાળવવામાં આવે. પૂર્વ અને પશ્ચિમનું સાચું મિલન થાય એમ હં ુ ઇચ્છું છુ .ં પ્રેમ એ આત્માનું અંતિમ સત્ય છે. એ સત્યને ઊંધું વાળવા માટે નહીં, પણ બધા વિરોધોનો સામનો કરીને એનો ધ્વજ ઊંચો રાખવા માટે આપણે આપણાથી બનતું બધું કરી છૂટવું જોઈએ. અસહકારનો વિચાર એ સત્યને નાહકની હાનિ પહોંચાડે છે. એ આપણા ચૂલામાંનો અગ્નિ નથી; એ તો એવો અગ્નિ છે જ ે આપણા ચૂલાને અને આપણા ઘરને સુધ્ધાં બાળી મૂકે છે. (૩)

આજ ે જગતના ઇતિહાસની આ કટોકટીની પળે, શું હિં દુસ્તાન પોતાની મર્યાદાઓની પેલે પાર જઈને દુનિયા સમક્ષ એનો એવો મહાન આદર્શ રજૂ કરી શકે છે, જ ે પૃથ્વી પર વસતા ભિન્ન ભિન્ન લોકો વચ્ચે સહકાર સાધીને તેમને સમન્વય અને સુમેળ તરફ દોરી જાય? શ્રદ્ધાળુ લોકો એમ કહે શે કે હિં દુસ્તાન આખી દુનિયા માટે પોતાનો અવાજ ઉઠાવી શકે તે પહે લાં તેણે શક્તિશાળી અને સમૃદ્ધ બનવાની જરૂર છે. પણ એ વાત માનવા હં ુ તૈયાર નથી. માણસની મહત્તાનું માપ એનાં ભૌતિક સાધનોમાં રહે લું છે, એ માન્યતા એક બહુ જ મોટી ભ્રમણા છે અને અત્યારની દુનિયા ઉપર પોતાની ઘેરી છાયા પાથરી રહી છે. એ માન્યતા તો માનવીના અપમાનરૂપ છે. જ ે લોકો ભૌતિક રીતે નિર્બળ છે તેમના હાથમાં દુનિયાને આ ભ્રમણામાંથી ઉગારવાની શક્તિ રહે લી છે અને હિં દુસ્તાન નિર્ધન અને પતિત

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨1]

માર્ચ ૧૩, ૧૯૨૧

અવસ્થામાં હોવા છતાં માનવજાતિને બચાવવા માટે આગળ આવી શકે તેમ છે. … હિં દુસ્તાનનો આદર્શ, આપણા પોતાના દેશના લોકો કરતાં બીજા દેશના લોકો જુ દા છે એવું તીવ્ર ભાન રાખવાની વિરુદ્ધ છે, કેમ કે એવું ભાન સતત સંઘર્ષમાં પરિણમ્યા વિના રહે તું નથી. એટલા માટે મારી એકમાત્ર પ્રાર્થના એવી છે કે હિં દુસ્તાન દુનિયાના તમામ લોકોના સહકારની હિમાયત કરે . બીજાને તરછોડવાની ભાવના અલગતાના ભાનમાંથી સમર્થન મેળવે છે, જ્યારે બીજાને ભેટવાની ભાવના ઐક્યના ભાનમાંથી સમર્થન મેળવે છે. હિં દુસ્તાને હં મેશને માટે ઘોષણા કરી છે કે ઐક્ય જ સત્ય છે, અને અલગપણું માયા છે. આ ઐક્ય શૂન્ય નથી. એ એક એવી શક્તિ છે જ ેમાં બધાનો સમાવેશ થાય છે, અને તેથી નિષેધાત્મક માર્ગે એને કદી પહોંચી શકાતું નથી. આપણાં હૃદય અને મનને પશ્ચિમનાં 177


પશ્ચિમે પૂર્વને વિશે ગેરસમજ કરી છે. અને એ બેની વચ્ચે જ ે મેળ નથી તેનું કારણ એ ગેરસમજ છે. પરં તુ જો પૂર્વ પણ પશ્ચિમને વિશે ગેરસમજ કરવા કોશિશ કરશે તો તેથી શું વસ્તુસ્થિતિ સુધરી જશે? વર્તમાન યુગમાં માનવીને પશ્ચિમનું અત્યંત ઘેલું લાગ્યું છે. એ માત્ર શક્ય બન્યું છે તેનું કારણ એ છે કે વિધાતાએ પશ્ચિમને માનવીના ભલા માટે કોઈક ધર્મકાર્ય સોંપ્યું છે. પશ્ચિમ પાસે જ ે કંઈ આપણને શીખવવા જ ેવું હોય તે શીખવા માટે આપણે પૂર્વના લોકોએ એની પાસે જવાનું છે, કેમ કે, જો આપણે એ પ્રમાણે કરીશું તો આ યુગની સાર્થકતા વહે લી સિદ્ધ થશે. આપણે જાણીએ છીએ કે પૂર્વ પાસે પણ (પશ્ચિમને) આપવા જ ેવી ઘણી ચીજો છે, અને તેનો પોતાનો પ્રકાશ બુઝાઈ ન જાય તેની તકેદારી રાખવાની પોતાની જવાબદારી પણ એણે સંભાળવાની છે. અને એવો સમય જરૂર આવવાનો છે જ્યારે પશ્ચિમને એવું સમજવાની ફુરસદ મળશે કે પૂર્વમાં એનું પોતાનું એક ઘર છે જ્યાં એને ભોજન અને આરામ મળી શકે તેમ છે.

હૃદય અને મનથી અલગ પાડવાની આપણી અત્યારની લડત, આધ્યાત્મિક આપઘાત કરવાનો પ્રયત્ન છે. રાષ્ટ્રીય અભિમાનની મિથ્યા ભાવનાથી પ્રેરાઈને જો આપણે છાપરે ચડીને એમ પોકારીશું કે પશ્ચિમે માનવી માટે શાશ્વત મૂલ્યનું હોય એવું કશું પેદા કર્યું નથી, તો પૌરસ્ત્ય મગજ ે ઉત્પન્ન કરે લી કોઈ પણ ચીજના મહત્ત્વ બાબતમાં શંકા ઊભી થાય એવા ગંભીર કારણને આપણે માત્ર જન્મ આપી રહ્યા છીએ એમ સમજવું. કારણ કે પૂર્વ અને પશ્ચિમમાં વસતા માનવીનું મગજ જ સત્યને જુ દાં જુ દાં દૃષ્ટિબિંદુથી, એના ભિન્ન ભિન્ન સ્વરૂપમાં ઓળખવા સતત પ્રયત્ન કરી રહ્યું છે. અને જો એ વાત સાચી હોઈ શકે કે પશ્ચિમની શક્તિએ તેને તદ્દન ખોટી દિશામાં લાવી મૂક્યું છે, તો પછી પૂર્વના દૃષ્ટિબિંદુ વિશે આપણે કશું નિશ્ચયાત્મક રીતે કહી શકીશું નહીં. માટે આપણે તમામ મિથ્યાભિમાન છોડી દઈએ અને દુનિયાના કોઈ પણ ખૂણામાં પ્રગટતા દીવાને જોઈ એવું સમજીને રાજી થઈએ, કે આપણા ઘરમાં જ ે સાર્વજનિક પ્રકાશ ઝળહળે છે તેનો જ એ એક અંશ છે. …

[ગાં. અ. 20 : 503 – 05] 

ગાંધીજી અને અન્ય : કે ટલાંક સંદર્ભ પુસ્તકો ગાંધીજીનું ધર્મદર્શન લે. મ. જો. પટેલ, પ્રકાશક : ગુજરાત ગ્રંથ નિર્માણ બાૅર્ડ (શ્રીમદ્ રાજચંદ્ર, હે નરી ડેવિડ થોરો, જ્હોન રસ્કિન અને કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય સાથે ગાંધીજીનો પરિચય, વિચાર અને પ્રભાવ) આઇન્સ્ટાઈન અને ગાંધીજી લે. પ્રહલાદભાઈ ચુ. વૈદ્ય, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી લે. મુકુલભાઈ કલાર્થી, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ ગાંધીજીના સમકાલીનો લે. દશરથલાલ શાહ, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ ગાંધીજી અને પાંચ સાક્ષરો લે. ધીરુભાઈ ઠાકર, પ્રકાશક : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

178

[ જૂન ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


કવિની ચિંતા મો. ક. ગાંધી

કવિવર રવીન્દ્રનાથને લૉર્ડ હાર્ડિંજ ે એશિયાના નેતિવાદી એટલે કે નકાર અને નિરાશાનો કવિશ્રેષ્ઠ કહ્યા અને આજ ે તે લગભગ દુનિયાના કવિશિરોમણિ થયા છે અગર તો થતા જાય છે એમ કહે વામાં હરકત નથી. વધતી જતી પ્રતિષ્ઠા સાથે એમની જવાબદારી પણ વધી. કવિની અત્યારને સમયે હિં દુસ્તાનને સારુ મોટામાં મોટી સેવા કઈ હોય? અલબત્ત, તેમનાં કાવ્યો દ્વારા હિં દુસ્તાનનો સંદેશો દુનિયાને સમજાવવાનું કાર્ય. કવિ આ વસ્તુ બરાબર સમજ ે છે તેથી જ તેમને કાળજી છે કે હિં દુસ્તાનને નામે આજ ે કોઈ જાતનો ખોટો કે નબળાઈભર્યો સંદેશો દુનિયાને પહોંચે નહીં. આમ સ્વાભાવિક રીતે જ એમને હિં દુસ્તાનની ઇજ્જતની ચિંતા રહે છે. હિં દુસ્તાનમાં આજ ે અસહકારની જ ે પ્રવૃત્તિ ચાલી છે તેને વિશે યુરોપથી થોડા વખત ઉપર કવિએ પોતાના કેટલાક વિચારો દર્શાવ્યા છે. તેઓ લખે છે કે આ પ્રવૃત્તિની જોડે પોતાના અંતરાત્માનો મેળ બેસાડવા તેઓ બહુ મથ્યા પણ કેમે કર્યાં એમના અંતરના સૂરનો અસહકારના સૂર જોડે મેળ બેસી શક્યો નહીં. અસહકારની ધાંધલ અને ધમાચકડી વચ્ચે તેમની વીણાના તારને છેડવાલાયક તેમને કશું જ મળી શક્યું નહીં. કવિએ ત્રણ જોસદાર કાગળોમાં પોતાની વ્યથા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં તેઓ જ ે હિં દુસ્તાનની પોતે કલ્પના કરે છે તેવા હિં દુસ્તાનને અસહકાર જ ેવું તત્ત્વ શોભી શકે નહીં, કારણ અસહકાર એ

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨1]

સિદ્ધાંત છે, એમ જણાવે છે. તે જુ દાઈનો, પ્રતિબંધનો, સંકુચિતતાનો અને નકારનો સિદ્ધાંત છે એવો એમને ભય છે. હિં દુસ્તાનની ઇજ્જતને વિશે કવિની કાળજીને સારુ હરકોઈ હિં દીને અભિમાન જ થાય એ વિશે તો બેમત હોઈ જ ન શકે. વળી એઓએ એમની શંકાઓ આવી સુંદર અને સ્પષ્ટ ભાષામાં યુરોપથી આપણને લખી મોકલી તે સારુ પણ આપણે ખુશી થવું જોઈએ. સંપૂર્ણ માન અને નમ્રતાપૂર્વક કવિની શંકાઓનો ઉત્તર આપવા હં ુ પ્રયત્ન કરીશ. તેમને અગર તો તેમની અલૌકિક પ્રતિભાથી મુગ્ધ થતા વાચકને ખાતરી કરી આપવામાં કદાચ હં ુ નિષ્ફળ પણ થાઉં, છતાં હં ુ કવિને તેમ જ હિં દુસ્તાનને એટલી ખાતરી અવશ્ય આપવા ઇચ્છું છુ ં કે અસહકારનો સિદ્ધાંત જ ે તાત્ત્વિક સ્વરૂપમાં કલ્પાયો છે તેમાં એવું કશું જ નથી કે જ ે અખત્યાર કર્યા માટે કોઈ પણ દેશની પ્રજાને કે વ્યક્તિને શરમાવું પડે. વળી આખર સરવાળે તેના અમલ તરફ જોતાં જો કદાચ અસહકાર નિષ્ફળ ગયેલો જ માલૂમ પડે તોપણ જ ેમ સત્યનું આચરણ કરનાર તેના વ્યવહારમાં સફળ થયેલો ન દેખાય તેટલા ઉપરથી આપણે સત્યના સિદ્ધાંતને નિષ્ફળ ગણી કાઢી નથી નાખતા, તેમ અસહકાર પણ સિદ્ધાંતરૂપે દોષી નહીં જ ગણાય. કદાચ અસહકાર એના યોગ્ય સમય પહે લાં પણ દેશમાં દાખલ થયો હોય. 179


જો એમ બન્યું હશે તો હિં દુસ્તાને અને દુનિયાએ પણ એને પાકવા દેવો પડશે. પણ એટલું તો ચોક્કસ જ છે કે હિં દુસ્તાનને માટે કાં તો ખૂનામરકી નહીં તો અસહકાર એ બે સિવાય ત્રીજો મુક્તિનો માર્ગ નથી. તેમ કવિએ એવો પણ ભય રાખવાનું મુદ્દલ કારણ નથી કે અસહકારના મૂળમાં હિં દુસ્તાન અને પશ્ચિમના દેશો વચ્ચે કશી “ચીનની દીવાલ ઊભી” કરવાનો હે તુ રહે લો છે. તેમાં તો ઊલટો એ બે વચ્ચે સાચો, ખાનદાનીભર્યો અને એકબીજા પ્રત્યેના માન અને વિશ્વાસ ઉપર ખડો થયેલો સ્વેચ્છાપ્રેરિત સહકાર સ્થાપવાનો રસ્તો કરવાનો જ હે તુ છે. આ આખી લડત જ અત્યારે પ્રજાને જ ે ફરજિયાત સહકાર કરવો પડે છે તેની સામે, અધિકારીવર્ગના એકતરફી સંપની સામે તેમ જ સુધારાને નામે પોતાને ઓળખાવતી છતાં ખરું જોતાં શસ્ત્રબળના જોર ઉપર પ્રજા પર લદાયેલી અને લોકોને ચૂસી ખાનારી પદ્ધતિની સામે છે. અસહકાર એટલે આવી નિર્ભેળ દુષ્ટતામાં આટલા દિવસ આપણે અજાણ અને નાખુશીપૂર્વક ભાગ લેતા આવ્યા તે હવે પછી લેવાનો ઇનકાર કરવો. પણ કવિ સૌથી વધારે તો વિદ્યાર્થીઓને લગતા અસહકારથી ભડક્યા છે. એમને લાગે છે કે તેમને તો નવી શાળાઓ સ્થાપ્યા પહે લાં સરકારી શાળાકૉલેજો છોડવાનું નહોતું જ કહે વાવું જોઈતું. અહીં મારાથી કવિની જોડે મળતા નથી જ થવાતું. લખવા-વાંચવાની કેળવણીને હં ુ જિંદગીમાં કદી પણ સાતમે આસમાન નથી ચડાવી શક્યો. મારો અનુભવ છે કે માણસનું ચારિત્ર્ય એ તેની લખીવાંચી 180

શકવાની કેળવણીથી તદ્દન ઇલાયદી વસ્તુ છે અને એકલી લખવા–વાંચવાની કેળવણી માણસની નૈતિક કમાઈમાં એક દમડીનો પણ ઉમેરો કરે છે એવો નિયમ નથી. મારી તો દૃઢ માન્યતા છે કે સરકારી શાળાઓએ આપણી બધી મર્દાનગી હરી લીધી છે અને આપણને નામર્દ, નાદાર અને નાસ્તિક કરી મૂક્યા છે. અસંતોષથી તેમણે આપણાં જીવનને ભરી દીધાં છે અને બીજી બાજુ એ એ અસંતોષ મટાડવા માટે કશો જ માર્ગ ન રાખીને દશ દિશાએ આપણે માટે નાસીપાસી જ પીરસી મૂકી છે. જ ે કારકુ નો અને દુભાષિયાઓ મેળવવા એમણે મૂળ શાળાકૉલેજો કાઢેલી તે કારકુ નો અને દુભાષિયાઓ બનવા ઉપરાંત આજ ે આપણે બીજા શું થઈએ છીએ? હરકોઈ સરકાર પ્રજાની મરજિયાત દેખાતી મદદ ઉપર જ હં મેશાં પોતાની પ્રતિષ્ઠા બાંધે છે અને જો આપણને ગુલામ બનાવ્યા રાખવાના કામમાં સરકારની જોડે સહકાર કરવો એ આપણે સારુ પાપ છે તો જ ે સંસ્થાઓ દ્વારા આપણે એવી સરકારની જોડે વધારે માં વધારે મરજિયાત સહકાર કરતા દેખાઈએ છીએ ત્યાંથી જ અસહકારનો આરં ભ કરી દેવો શું સાવ વાસ્તવિક નથી? યુવકો અને નવજવાનોનો વર્ગ જ હં મેશાં હરકોઈ પ્રજાની બધી આશા અને ઉમેદોનો દારૂગોળો છે. મારી દૃઢ માન્યતા છે કે જ ે ક્ષણે આપણને સૂઝી આવ્યું કે ચાલુ રાજતંત્ર સાવ દુષ્ટ જ છે અગર તો મુખ્યત્વે કરીને દુષ્ટ છે, તે જ ક્ષણથી આપણાં બાળકોને એવી સરકારનો પાશ લાગવા દેવો એ આપણે માટે પાપ થઈ ચૂક્યું. અને વિદ્યાર્થીઓએ આવેશમાં આવી જઈને શાળાકૉલેજો છોડી, અગર તો આવેશનો [ જૂન ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ઊભરો શમતાંની સાથે જ ઘણા મોટા ભાગના છોકરાઓ ત્યાગેલી સરકારી કે અંશતઃ સરકારી શાળાકૉલેજોમાં પાછા ગયા, એ દલીલથી તો મેં રજૂ કરે લા સિદ્ધાંતને કશી જ ક્ષતિ નથી પહોંચતી. ઊલટુ,ં એમની એવી પાછી પાની મેં સૂચવેલા પગલાની અઘટિતતા સૂચવવાને બદલે તેની વધુ અગત્ય જ સૂચવે છે. કારણ એ આપણે કેટલી હદ સુધી પડ્યા છીએ એનો સાચો ચિતાર આપણી સામે ખડો કરે છે. વળી રાષ્ટ્રીય શાળાઓ સ્થપાવાથી પણ કંઈ બહુ ઝાઝા વિદ્યાર્થીઓ સરકારી શાળાકૉલેજો છોડી આવતા નથી એવો અનુભવ છે. સૌથી મક્કમ અને સાચા વિદ્યાર્થીઓ તો કશી રાષ્ટ્રીય શાળા કે કૉલેજ ભણવા સારુ મળી શકશે કે કેમ એનો કશો વિચાર કરવા ન થોભતાં બહાર નીકળેલા વિદ્યાર્થીઓ જ છે; અને મને ખબર છે ત્યાં સુધી એ જ વિદ્યાર્થીઓ આજ ે મોખરાના સેવકો બનીને દેશની સરસમાં સરસ સેવા બજાવી રહ્યા છે. પણ આ વિદ્યાર્થીઓને શાળાઓ છોડવવાની સામેનો કવિનો વાંધો ખરી રીતે તો મૂળ અસહકારના જ સિદ્ધાંત પ્રત્યેના એમના વિરોધને લીધે છે. નિષેધાત્મક કે નેતિવાદી એવી દરે ક વસ્તુથી કવિ ભડકે છે. એમનો આખો આત્મા જ ધર્મની નિષેધાત્મક આશાઓ સામે ઊકળી ઊઠે છે. કવિનો આ અસંતોષ હં ુ એમના પોતાના જ અપ્રતિમ શબ્દોમાં રજૂ કરીશ : “આ હિલચાલની તરફદારી કરતાં રા. … એ મને ઘણી વાર કહ્યું છે કે હરકોઈ ક્રાંતિના આરં ભમાં માણસનામાં આદર્શને પચાવીને પોતાનો કરી લેવા કરતાં વિરોધી લાગતી વસ્તુઓનો ત્યાગ કરી દેવા તરફની

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨1]

વૃત્તિ જ હં મેશાં વધુ જોરાવર હોય છે. આમ હોય છે એ હં ુ જાણું છુ .ં છતાં હં ુ એને આદર્શ સત્ય તરીકે સ્વીકારી શકતો નથી. હિં દસુ ્તાનમાં બહ્મવિદ્યાનું ધ્યેય મોક્ષ એટલે છુ ટકારો છે, જ્યારે બૌદ્ધોનું નિર્વાણ એટલે શૂન્યત્વ (શમી જવું) છે. મુક્તિનો આદર્શ સત્યના ભાવાત્મક સ્વરૂપની તરફ આપણું ધ્યેય ખેંચે છે જ્યારે નિર્વાણ તેના અભાવાત્મક સ્વરૂપની આપણા મન ઉપર છાપ પાડે છે. તેથી જ બુદ્ધે સંસારની દૃષ્ટિ “દુઃખ”ની ઉપર ઠેરવવા પ્રયત્ન કર્યો જ ે દુઃખમાંથી જીવને તરી જવાનું છે અને બહ્મવિદ્યાએ “આનંદ” સ્વરૂપ ઉપર ભાર દીધો જ ેને જીવે પ્રાપ્ત કરવાનું છે.” આ અને આવા જ બીજા જ ે ફકરાઓ કવિના પત્રમાં છે તે ઉપરથી તેમના મનનું વલણ કઈ દિશાએ છે તેની કૂ ંચી આપણને જડી આવે છે. મારા નમ્ર અભિપ્રાય મુજબ તો માણસના જીવનપથમાં નિષેધ એ વિધિના જ ેટલી જ ઉપયોગી અને આદરણીય વસ્તુ છે. ભૌતિક બંધનોમાંથી છુ ટકારો અગર તો એ બંધનોનો અભાવ જીવને “આનંદ”માં જ દોરી જાય. અંતમાં એટલું જ કહીને હં ુ આ દલીલ પૂરી કરીશ કે બ્રહ્મવિદ્યા એટલે કે શાસ્ત્રોનો પણ છેલ્લો નિર્ણય “નેતિ” જ છે. ઉપનિષદોને બ્રહ્મનું સૌથી છેવટમાં છેવટનું વર્ણન કરવાને “નેતિ” સિવાય બીજો શબ્દ જડ્યો નથી. આથી મને લાગે છે કે કવિવર રવીન્દ્રનાથ અસહકારના નેતિવાદી સ્વરૂપની આશંકા કરીને નાહક જ ભડકી ઊઠ્યા છે. આપણે વિચારી જોઈએ કે સરકારને “ના” કહે વાની પણ તાકાત આપણામાં રહી હતી શું? સરકાર ગમે તે કહે , ગમે તે કરે , ગમે તે આપણી 181


જ ે સ્વર્ગીય સ્વરાજ્ય પોતાના દેશને પ્રાપ્ત થયેલું જોવાનો કવિનો મનોરથ છે તે મેળવવાનું જો કદી હિં દુસ્તાનના ભાગ્યમાં હશે જ તો તે અહિં સાત્મક અસહકારના નિર્મળ શસ્ત્ર વડે જ મળવાનું છે એવો મારો વિશ્વાસ છે. કવિને મારી અરજ છે કે તમે દુનિયાને તમારો શાંતિનો સંદેશો બેધડક સંભળાવ્યે જજો અને અંતરમાં વિશ્વાસ રાખજો કે અસહકારની લડતથી તો હિં દુસ્તાન, જો તે પોતે કરે લી પ્રતિજ્ઞાને વફાદાર રહે શે, તો તેમના ઉચ્ચ તેમ જ ઉદાત્ત સંદેશાના જીવતા અને ઝળહળતા દાખલારૂપે જ પોતાની જાતને સિદ્ધ કરશે. “સ્વદેશાભિમાન” શબ્દને તેના આજના અધમ અર્થમાંથી ઉગારી લઈ તેને જ ે વિશાળ અને વ્યાપક વિશ્વબંધુત્વનો સૂચક બનાવવાનો પોતાનો આટલા કાળથી પ્રયત્ન છે તે જ અર્થ આપવાનો અસહકારની પ્રવૃત્તિનો હે તુ છે. યુરોપના પગ આગળ દીનહીન પડેલું કે એના ચરણસ્પર્શ વડે પોતાને કૃ તકૃ ત્ય થયેલું માનનારું હિં દ માનવજાતિને કશો જ આશાનો સંદેશ આપી શકે નહીં. જાગ્રત અને સ્વતંત્ર હિં દુસ્તાન આજની વ્યાકુ ળ, કષ્ટાતી દુનિયાને જ શાંતિ અને આશ્વાસનનો સંદેશો અવશ્ય આપી શકે. એ સંદેશો હિં દુસ્તાન ઊજળે માથે ટટાર ઊભું રહીને દુનિયાને આપી શકે એ સારુ જોઈતી ભૂમિકા તૈયાર કરવાનો અસહકારનો ઉદ્દેશ છે. [नवजीवन, 9–6–1921]

પાસે કરાવવા. માગે, “નહીં કરીએ” કહે વાની તાકાત પણ આપણે ખોઈ બેઠા હતા. એવી “ના” કહે વી “રાજદ્રોહ” થઈ બેઠો હતો! આમ આપણા અંત:કરણને કબૂલ ન હોય એવી વાતમાં સહકાર કરવાની ઇરાદાપૂર્વક “ના” કહે વાની તાકાત કેળવવી એ પણ માણસને માટે દરે ક ખેડૂતને વાવેતર કરતાં પહે લાં જડ ઘાલી બેઠલ ે ાં જાળાંઝાંખરાં ખેડી સાફ કરવાં જ ેટલાં જરૂરી છે તેટલું જ જરૂરી છે. ખેડૂતને તો મોલ ઊગીને વધ્યે જતા હોય તે દરમિયાન પણ નકામા ઊગતા ઘાસ કે વેલાઓને નીંદી કાઢવાનું કાર્ય હં મેશાં કરતા રહે વું પડે છે. તે જ રીતે જ્યારે એક આખી પ્રજા અસહકાર કરવા ઊભી થાય ત્યારે તેનો પણ એ જ અર્થ છે કે સરકાર પ્રજાની શરતે જ એ પ્રજાની જોડે સહકાર કરે . આવી શરતો સરકારને સંભળાવી દેવાનો હરકોઈ પ્રજાને હક છે અને ઈશ્વરથી બીને ચાલનારી દરે ક સરકારનો પણ એ જ ધર્મ છે કે તે પ્રજાની શરતે જ પ્રજાની સેવા શોધે. અસહકાર એ પ્રજાએ આપેલી એક જાતની નોટિસ છે કે પ્રજા સરકારના હાથ નીચે સગીર બાળકની સ્થિતિમાં રહે વા હવે ખુશી નથી, આ નોટિસનો અમલ કરાવવાને માટે પ્રજાએ ખૂનામરકી કરીને — એકબીજાના જાનમાલ ખૂંચવીને — હિસાબ કરી લેવાનો અધાર્મિક અને અસ્વાભાવિક માર્ગ ઇરાદાપૂર્વક છોડી દઈને અસહકારનો ધર્મસંગત અને સ્વાભાવિક માર્ગ અખત્યાર કર્યો છે. અને 

182

[ જૂન ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


મજબૂતીનું નામ મહાત્મા ગાંધી – ૨ પુરુષોત્તમ અગ્રવાલ અહિં સા અને હિં સાનો વિમર્શ સંસારના આરં ભથી ચાલ્યો આવ્યો છે. આ વિમર્શને વ્યવહારમાં લાવીને ગાંધીજીએ અહિં સાના ખ્યાલને લોકભોગ્ય બનાવ્યો. પુરુષોત્તમ અગ્રવાલે ગાંધીજીની અહિં સાને તર્ક-દલીલ-ઘટનાઓથી સાર્થક રીતે પ્રસ્તુત કરી છે. ‘મજબૂતીનું નામ મહાત્મા ગાંધી’ નામનું પુરુષોત્તમજીનું આ વક્તવ્ય દોઢ દાયકા અગાઉ અપાયું હોવા છતાં તાજુ ં લાગે છે. તે વક્તવ્યનો સંપાદિત અહે વાલ ગતાંકથી આગળ. …

ગાંધીજીની અહિં સા કરુણા અને સંયમથી વાત આપણે ત્યાં અસંખ્ય વાર થઈ જ છે.

ઘડાઈ છે. સંયમ વિના કરુણા સંભવિત નથી. કરુણા એટલે અન્યના દુઃખ પ્રત્યે સંવેદના. કરુણા એટલે અન્યની ભલાઈની ઇચ્છા. બીજાના દુઃખ પ્રત્યે સંવેદના અને ભલાઈની ઇચ્છાનો ત્યાં સુધી અમલ થતો નથી જ્યાં સુધી તમારી ઇચ્છાઓ પર સંયમ ન રાખો. સંયમ એ કૃ પા નથી. સંયમ જીવનનો બોધ છે. ભર્તૃહરિ વૈરાગ્યશતકમાં કહે છે, कालो न

यातो वयमेव याता: तृष्णा न जीर्णा वयमेव जीर्णा: અર્થાત્ સમય આવતો-જતો નથી,

બલકે આપણી જ વિદાય થાય છે. તૃષ્ણાને તૃપ્ત કરતાં કરતાં સ્વયં જીર્ણ અવસ્થામાં આવી જઈએ છીએ. મીઠાઈ આરોગવાની ઇચ્છા નથી જતી, બલકે ડાયાબિટીસના કારણે તેને આરોગી શકાતી નથી. અને તે સ્થિતિ જન્મે છે ત્યારે સંસ્કૃતના એક કવિ તેને સ્મશાનવૈરાગ્ય કહે છે. ડાયાબિટીસ છે તે માટે મીઠાઈનો ત્યાગ કરો, નહીં કે મીઠાઈનો ત્યાગ કરવા અર્થે. આ પ્રકારની બાબતો વ્યક્તિગત આદર્શ રૂપે સમાજથી દૂર રહે તા મહાત્માઓની સાધનામાં જાણીતી હતી. ગાંધીજીએ તેને જનઆંદોલનનો આધાર બનાવ્યો. કરુણાની

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

સંયમ અંગે પણ ગાંધીજી અગાઉ અનેક લોકો આદર્શ બાંધી ચૂક્યા છે. અહિં સા વિશેના બોધ પણ જાણીતા છે. પરં તુ આ બધા જ સદ્ગુણોની કરોડો લોકો પાસે એકસાથે માગણી કરનારા ગાંધીજી હતા. તેઓએ માગણી કરી કે તમે માત્ર પરમાત્મા સાથે નહીં બલકે પોતાના સાથીઓ સાથે, પોતાનું શોષણ કરનારાઓ સાથે પણ કરુણા અને સંયમ રાખો. ગાંધીજીની અહિં સા એ રીતે અભૂતપૂર્વ હતી. ઇતિહાસ, સમાજ અને સાહિત્યના એક વિદ્યાર્થી તરીકે હં ુ અનુભવું છુ ં કે ગાંધીજીનું એમ કહે વું કે સત્ય અને અહિં સા શાશ્વત છે, તે સાચું છે. પરં તુ ગાંધીજીની અહિં સા પરં પરા મુજબની નથી. તે તેમની મૌલિક જીવનદૃષ્ટિ છે. મૌલિક જીવનદૃષ્ટિથી ગાંધીજીની અહિં સાનો આધાર કરુણા અને સંયમ પર છે. ગાંધીજીનું સમગ્ર જીવન આપણે પુસ્તકની જ ેમ વાંચીએ તો તેનું કલેવર કરુણા અને સંયમ છે. હિં દ સ્વરાજમાં વિવિધ વિષયો અંગે વ્યાખ્યા કરવામાં આવી છે. કેટલીક અગત્યની છે, કેટલીક ચિંતાજનક છે તો વળી ઘણી પ્રેરણાદાયી પણ છે. હિં દ સ્વરાજ વિશે 183


ગોપાલકૃ ષ્ણ ગોખલે સહિત અનેક લોકોને એમ લાગ્યું હતું કે પુસ્તક ખૂબ ઉતાવળે લખાયું છે. વર્ષ – બે વર્ષમાં તે પુસ્તકને ગાંધીજી રદબાતલ કરી દેશે. પરં તુ તેમ ન થયું. તે પુસ્તકનો પાયો તર્ક છે, તે પુસ્તકમાં સભ્યતાની સમીક્ષા છે. તેનું આકર્ષણ થાય તેવી સમીક્ષા છે. જ ે રીતે બૅરિંગ્ટન મૂરનું પુસ્તક વાંચ્યા પછી મારા મનમાં આવ્યું હતું કે હં ુ હિં દુ છુ .ં આપણી આસપાસ આવી હિં સા થતી નથી. આવું આકર્ષણ હિં દ સ્વરાજ વાંચનારને વારં વાર થઈ શકે છે. પરં તુ પુસ્તકને ઊંડાણથી વાંચીએ તો જણાશે કે માત્ર પશ્ચિમની સભ્યતાની તેમાં સમીક્ષા નથી. તે સભ્યતાના ખ્યાલની જ સમીક્ષા કરે છે. આ પ્રસંગે એ વાતનું મહત્ત્વ છે કે ૧૯૩૮માં ‘આર્યનપથ’ નામના સામયિકે હિં દ સ્વરાજ પર એક વિશેષ અંક પ્રકાશિત કર્યો અને તે અંકમાં મહાદેવ દેસાઈએ એક નિબંધ લખ્યો છે. આ નિબંધમાં મહાદેવ દેસાઈએ ૧૯૨૪માં થયેલા શ્રી રામચંદ્રન અને ગાંધીજીના સંવાદને ટાંક્યો છે. તે સંવાદમાં ગાંધીજી કહે છે : “આપણે જ ે કાંઈ કરીએ તેમાં પ્રધાન વિચાર માનવહિતનો હોવો જોઈએ. માણસનાં અંગોને કામને અભાવે જડ અને નિરુપયોગી કરી નાખવા તરફ યંત્રોની પ્રવૃત્તિ ન હોવી જોઈએ. એટલા માટે હં ુ યંત્રોનો વિવેક કરું. દાખલા તરીકે, સિંગરના સીવવાના સંચાને હં ુ વધાવી લઉં છુ .ં સઘળી આધુનિક શોધોમાં બહુ ઉપયોગી એવી થોડી ચીજોમાંની આ એક છે. એની શોધની પાછળ અદ્ભુત ઇતિહાસ છે. પોતાની સ્ત્રીને સીવવાનું ને ઓટવાનું કંટાળાભરે લું કામ કરતાં સિંગરે જોઈ. પત્ની પ્રત્યેના તેમના પ્રેમે તેને 184

અનાવશ્યક શ્રમમાંથી ઉગારી લેવા આ સંચાની યોજના કરવા પ્રેર્યો. આ શોધ કરીને તેણે માત્ર પોતાની પત્નીનો જ શ્રમ બચાવ્યો નથી, પણ તેનો સીવવાનો સંચો ખરીદી શકે તે સહુને હાથે સીવવાના કંટાળાભરે લા શ્રમમાંથી મુક્ત કર્યાં છે.” ગાંધીજીને પ્રામાણિક રજૂ કરવાનો અહીં મારો દાવો નથી. તેમ કરવાનો મારો ઇરાદો પણ નથી. અગાઉ કહ્યું છે તેમ મારા માટે આ વ્યાખ્યાન, ગાંધીજી સાથેના મારા સંવાદ દ્વારા પોતાની મુશ્કેલી અને નૈતિક કટોકટીનો ઉકેલ લાવવાનો પ્રયાસમાત્ર છે. પોતાનો માર્ગ શોધવાનો પ્રયાસ છે. ગાંધીજી મને એક દીવાદાંડીની જ ેમ દેખાય છે. અને એ જ કારણે એ મુદ્દો અગત્યનો છે કે યંત્રનો સ્વીકાર-અસ્વીકારનો આધાર નાનાં-મોટાં યંત્રથી ન થવો જોઈએ. બલકે તેના નિર્માણ અને નિયંત્રણનું મૂળ તત્ત્વ શું છે? ધનનો લોભ કે પ્રેમ ? આ વાત ધ્યાને રહે વી જોઈએ. મને ડાબેરી કહે વામાં આવે છે. હં ુ ડાબેરી છુ ં અને એ રીતે જોઉં તો મને લાગે છે કૅ પિટાલિઝમના પ્રૉફિટ મોટિવની નૈતિક સમીક્ષા કરનારી વ્યક્તિ કોઈ પણ ડાબેરી માટે અપ્રસ્તુત કેવી રીતે હોઈ શકે? ડાબેરી દ્વારા ગાંધીજી સાથે સંવાદ કરવાનો પ્રયાસ આશ્ચર્યનો વિષય કેવી રીતે બની શકે? ખેર, આપણે એ વાત ધ્યાને લેવી જોઈએ કે મૂળ પ્રશ્ન મોટિવનો છે. તે સંવાદમાં આગળ જોઈએ : રામચંદ્રને તેમને પૂછ્યું કે, “પરં તુ સિંગરના સીવવાના સંચા બનાવવાને તો મોટુ ં કારખાનું જોઈએ. અને તેમાં ભૌતિક શક્તિથી ચાલતાં યંત્રોનો ઉપયોગ કરવો જ પડે!” [ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


રામચંદ્રનના ઉત્કંઠિત વિરોધ પ્રત્યે સ્મિત કરતાં ગાંધીજીએ કહ્યું : “હા. પરં તુ હં ુ એટલો સમાજવાદી તો છુ ં જ કે આવાં કારખાનાં રાષ્ટ્રની માલકીનાં હોય અથવા પ્રજાકીય સરકાર તરફથી ચાલતાં હોય એમ કહં ુ .” આ વાત ૧૯૨૪ની છે. કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપનાના એક વર્ષ અગાઉની છે. પ્રશ્ન સભ્યતાનાં વિવિધ રૂપ વિશેનો નથી, સભ્યતાની પ્રેરક શક્તિનો છે. ગાંધીજી જ્યારે કહે છે કે યંત્રની પ્રેરણામાં પ્રેમ હોવો જોઈએ, લોભ નહીં… તો તેઓ કેટલી ઊંડી સમીક્ષા કરી રહ્યા છે તે યાદ રાખવું જોઈએ. એ અર્થમાં ગાંધીજી હિં દ સ્વરાજમાં માત્ર પશ્ચિમી સભ્યતાની સમીક્ષા કરતા નથી. તે સભ્યતાની પ્રક્રિયાની સમીક્ષા છે. એ જ કારણે ગાંધીજી સતત નૈતિકતાના સાપેક્ષવાદ સાથે લડતા રહ્યા. તેઓને રાજ્યની હિં સા નિંદનીય છે અને ક્રાંતિકારીઓની હિં સા સ્વીકાર્ય છે તેવું ક્યારે ય લાગ્યું નથી. આ કારણે તેમના પર જીવનભર ટીકાનો વરસાદ થતો રહ્યો. વિરોધ થયો. નવી પેઢી સામે ગાંધીજીની છબિ મહાત્માની છે. આ છબિ પ્રયાસથી કે પછી સંજોગોની દૃષ્ટિથી એ ભુલાવી દેવામાં આવ્યું કે ભય અને આક્રમણે જીવનભર ગાંધીજીનો પીછો છોડ્યો નથી. બાળપણમાં ભૂત અને સાપના ડરથી લઈને દક્ષિણ આફ્રિકામાં ગોરાઓની મારપીટ સુધી… ૧૯૩૪-૩૫માં પૂનામાં અસ્પૃશ્યતાનિવારણ આંદોલનના વિરોધી દ્વારા તેમની ગાડી પર બૉમ્બ ફેં કવા સુધી, ભગતસિંહની ફાંસીની સજાના અમલ પછી ક્રાંતિકારીઓનાં જૂ થો દ્વારા કાળા ઝંડા દાખવવાની બાબત અંગે. અંતે નોઆખાલી અને ત્યાર બાદ ૩૦ જાન્યુઆરી સુધી.

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

ગાંધીજીનું નૈતિકતાનું સૌથી મોટુ ં પ્રમાણ એ છે કે તેમણે નૈતિક સાપેક્ષવાદનું શરણ ન લીધું. તેમણે વારં વાર કહ્યું કે સંસારનો કોઈ પણ ધર્મ, ધાર્મિક વચન, ગ્રંથ જો પાયાનાં માનવીય મૂલ્યોને અનુકૂળ નથી તો તેનો હં ુ સ્વીકાર નહીં કરું. આ કહે વા માટે સાહસ જોઈએ. અને જ ે વ્યક્તિ બેધડકપણે પોતાને સનાતની હિં દુ કહે તો તે માટે તો ખાસ. અન્ય ઘણા એવા પ્રસંગ છે જ ેમાં તેઓ પોતાને હિં દુ, મુસ્લિમ અને ઈસાઈ તરીકે પણ ઓળખાવતા. મારા માટે તો આમ કહે વું સરળ છે, કારણ કે મારામાં કોઈ ધર્મ પ્રત્યે આસ્થા નથી. ધર્મ સાથેનો આપણો મોટા ભાગનાનો સંબંધ તકવાદી રહ્યો છે. મોટા મોટા ક્રાંતિકારીઓને મેં બાબા લોકોના તાવીજ બાંધતા જોયા છે. આવા લોકો ધર્મ વિશે કંઈ પણ કહી શકે. મને તેનો વિરોધ નથી, પરં તુ જ ે વ્યક્તિ પોતાની ઓળખ ધાર્મિક રીતે આપે છે, તેનું કહે વું એમ હોય કે જો સત્ય અને અહિં સામાં પ્રગટ થનારાં માનવીય મૂલ્યો પ્રત્યે સંસારનાં કોઈ પણ ધર્મવચન પ્રતિકૂ ળ છે તો તેવાં મૂલ્ય મારા માટે કશું જ નથી. આ અનન્ય છે. આ માનવીય મૂલ્યોની અભિવ્યક્તિનું સુંદર રૂપ ગાંધીજી ઈશાવાસ્યોપનિષદના પ્રથમ મંત્ર : ‘ईशावास्यमिदम् सर्वम् यत्किंच जगत्यां जगत!’માં જોતા હતા. ગાંધીજીના જીવનમાં એવી અનેક ઘટનાઓ છે, ક્ષણો છે, જ ેનાથી લોકોને આશ્ચર્ય થાય. ધ રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ ધ થર્ડ રિક નામના વિશ્વપ્રસિદ્ધ પુસ્તકના લેખક વિલિયમ શ્રાયર ચોથા દાયકાના આરં ભમાં શિકાગો ટ્રિબ્યૂન અખબારના પ્રતિનિધિ તરીકે ચાર-પાંચ વર્ષ સુધી ગાંધીજી સાથે રહ્યા હતા. તેઓએ 185


ગાંધીજીની એક-એક પ્રવૃત્તિને નોંધી છે. ગાંધીજી સાથે તેઓ લંડન પણ ગયા હતા. તેમણે લખ્યું છે કે ગાંધીજી લૅન્કેશાયર જવા ઇચ્છતા હતા ત્યારે સ્થાનિક પોલીસ ખૂબ ચિંતિત હતી. આ ચિંતા ગાંધીજીની સુરક્ષા અર્થે હતી. પોલીસને એમ લાગતું કે મજૂ રો ગાંધીજી પર હુમલો કરી દેશે. ગાંધીજીના કારણે લૅન્કેશાયરની મિલો બંધ થવાને આરે હતી. સ્વદેશી આંદોલન અને વિદેશી કાપડના બહિષ્કારથી આ સ્થિતિ જન્મી હતી. પોલીસે મહામુશ્કેલીએ ગાંધીજીને ત્યાં જવાની મંજૂરી આપી. મંજૂરી એમ કહીને આપી કે તમે જિદ્દી છો, માનશો નહીં. ઇંગ્લૅન્ડની પોલીસને ચિંતા હતી. જોકે તમે લૅન્કેશાયરના મજૂ રો વચ્ચે ગાંધીજીનું એ ઐતિહાસિક ચિત્ર જોયું હશે, જ ેનું પૂર્ણપણે વર્ણન કરવું મારા જ ેવી વ્યક્તિ માટે તો શક્ય નથી. તે ચિત્રનો મર્મ કંઈક આવો છે … જ ે વ્યક્તિએ તેમની રોજગારી છીનવી, તેને પેટ પર પાટુ મારનારો માનવો જોઈએ, તે વ્યક્તિનું સ્વાગત મજૂ ર સ્ત્રી-પુરુષોએ એ રીતે કર્યું જાણે તેમને વર્ષો પછી વિખૂટો પડેલો કોઈ ભાઈ મળ્યો હોય! આમ કેમ બન્યું? ગાંધીજીએ આ વાત પોતાના વ્યવહારથી અસંખ્ય વાર દર્શાવી છે. તેઓ માનતા કે ભારતના લોકોની લડાઈ અંગ્રેજો સાથે નથી, બલકે તેમના સંસ્થાનવાદના વિરોધમાં છે. આ લડતમાં બ્રિટનના સામાન્ય મજૂ રો પણ મારી સાથે હોવા જોઈએ, મારા વિરોધમાં નહીં. અને તે માટે જ હિં સાનું કોઈ પણ કૃ ત્ય ગમે તે નૈતિક આધાર સાથે કેમ ન કર્યું હોય, પણ મારા માટે તે સ્વીકાર્ય નથી. પછી તે હિં સા ભારતની આઝાદીની લડતના પક્ષમાં કેમ ન હોય. હિં સા અયોગ્ય એટલે અયોગ્ય. હિં સા 186

અયોગ્ય છે તે માટે તે પ્રતીકાત્મક શક્તિની રચના કરે છે. આ શક્તિ ખોખલી છે, તેમાં નૈતિક બળ નથી. બ્રિટનની પોલીસને આશ્ચર્યચકિત થવાનું જ હતું. વિલિયમ શ્રાયરે તેનું વર્ણન ખૂબ રસપ્રદ રીતે કર્યું છે. તેમણે લખ્યું છે કે અમે આ વ્યક્તિનું શું કરીએ કે જ ેને બચાવવાની અમને ચિંતા હતી. તેને બચાવવો તો પડ્યો પણ હુમલાથી નહીં બલકે પ્રેમથી. અમને ચિંતા એ થઈ કે ગાંધીજીને આટલી મોટી સંખ્યામાં વ્યક્તિઓ ભેટી રહી છે તો તેમને ક્યાંક ઈજા ન થાય. એ માટે થોડી સખતી કરીને પણ ગાંધીજીને ત્યાંથી નીકળવા માર્ગ કરવો પડ્યો. ગાંધીજી વિશેની આ વાત અભૂતપૂર્વ કિસ્સા જ ેવી લાગે. જોકે અનેક લોકોને એવું લાગે છે કે ગાંધીજીની પ્રસ્તુતતા શું? ગાંધીજી જ ે માહોલમાં હતા, જ ે દુનિયામાં હતા તે દુનિયા તો હવે પાછળ રહી ગઈ છે. હવે શું? હં ુ અહીં માત્ર એક વાત કહે વા માગું છુ ં કે દીવાની પ્રસ્તુતતા દિવસના અજવાળામાં નથી થતી, અંધકારમાં થાય છે. અંધકાર જ ેટલો વ્યાપક હોય દીવો તેટલો જ પ્રાસંગિક બને છે. ખરે ખર અહિં સક સમાજ હશે તેમાં ગાંધીજીના શબ્દો અપ્રસ્તુત હશે, કારણ કે ‘કમ્બન રામાયણ’ના રામરાજ્યના વર્ણનમાં જોઈએ તો તે સમાજમાં બધા જ અહિં સક હતા. અલગથી કોઈએ અહિં સક થવાની જરૂર નથી. કમ્બનના રામરાજ્યમાં કોઈ સત્ય બોલતા નથી કારણ કે કોઈ જ જુ ઠ્ઠું બોલતા નથી. એ માટે જુ ઠ્ઠાની તુલનાએ સત્ય-એ નિર્ણય કરવાની આવશ્યકતા નથી. કોઈ સદાચારી નથી કારણ કે કોઈ જ વ્યભિચારી નથી. [ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીનું જીવન સફળ કે નિષ્ફળ તેનો નિર્ણય કરવાનો મને કોઈ અધિકાર નથી. તે નિર્ણય મોટા ઇતિહાસકારો, વિચારકો કરશે. પરં તુ ગાંધીજીનું જીવન દરે ક પ્રકારના નૈતિક વિરોધાભાસના પાર જવાનો એક સાર્થક પ્રયાસ છે. અને તે માટે જ તેઓ મારા માટે પ્રેરણાનો અને પડકારનો અવિરત સ્રોત છે. હં ુ એમ નથી માનતો કે ગાંધી ન થઈ શકાય. પરં તુ જ ેમ કોઈ પણ મનુષ્યના અંતરાત્મામાં સતત એક ગાંધી અને એક ગોડસેની ઉપસ્થિતિ હોય છે, તેમાં પસંદગીનો સતત પડકાર છે… સાચી જગ્યાએ ઊભા રહે વાનો અને સત્યના આગ્રહનો. પણ આમાં તો ગાંધીને પસંદ કરી શકું ને! ગાંધીજીએ સત્યાગ્રહના અર્થની વ્યાખ્યા કરી છે. સત્યાગ્રહનો અર્થ એ છે કે કટ્ટર વિરોધીના સત્ય અને તેની શક્યતાઓમાં આસ્થા રાખવી. કોઈ વ્યક્તિ કેટલો પણ પતિત કે પાપી કેમ ન હોય, હિં સક કેમ ન હોય, પણ આખરે તે મનુષ્ય છે. અને મનુષ્ય છે ત્યાં સુધી તેની સંભાવના છે. ગાંધીજી માટે સત્ય નૈતિક શક્યતા હતી અને તે માટે જ સત્ય અને અહિં સા એકબીજા વિના અસંભવિત છે. ગાંધીજી એ વાતને જાણે છે, અનુભવે છે કે, તેમના પ્રયોગોનું શું મહત્ત્વ છે. તેઓ વિનમ્ર છે. તેમની સાથે જ ેઓ હતા તેમણે લખ્યું પણ છે કે, ઊંડાણપૂર્વક અર્થની રીતે જોઈએ તો અહં કારની સીમા સુધી પહોંચેલો આત્મવિશ્વાસ પણ તેમનામાં હતો. અને તેથી પ્રયોગોનું બળ અને મહત્ત્વ તેઓ જાણતા. તેઓ જાણતા હતા કે લોકો તેમની પૂજા કરવા માટે ઉતાવળા થઈ જશે. તેમની ઉપસ્થિતિમાં તેમણે એવા પ્રયાસ કર્યા કે પૂજાની શક્યતા જ ન રહે .

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

સન ૧૯૬૮માં હિં દીના જાણીતા વિચારક અને નવલકથાકાર જ ૈનેન્દ્રકુ મારે પોતાનાં નિબંધ અને સંસ્મરણોનું સંકલન અકાલ પુરુષ ગાંધી નામે કર્યું છે. જ ૈનેન્દ્રકુ મારે તેમાં એક ઘટના નોંધી છે. ગાંધીજીના દાંતનું ઑપરે શન થયું. દાંત ખરાબ થઈ ગયો હતો. કાઢવામાં આવ્યો. ડૉક્ટરે દાંત કાઢ્યો ત્યારે જ ૈનેન્દ્ર ત્યાં હાજર હતા અને તેમણે કહ્યું કે લાવો, હં ુ તેને સાફ કરી દઉં. તેમણે દાંત લીધો અને એક કવરમાં મૂક્યો. પોતાની પાસે જ તે દાંત રાખ્યો. તેમણે મિત્રોને કહ્યું કે ગાંધીજીનો દાંત મારી પાસે છે. ગાંધીજી સુધી આ ખબર પહોંચી. તેઓએ જ ૈનેન્દ્રને બોલાવ્યો. જ ૈનેન્દ્રનો ખૂબ વિરોધ હોવા છતાં તેઓએ દાંત લઈ લીધો. દાંત લીધો અને એક સાથીને તે દાંતને નદીમાં ફેં કવા કહ્યું. જ ૈનેન્દ્ર આગળ લખે છે કે ન માત્ર તે દિવસે બલકે પછીના પંદર-વીસ દિવસ સુધી તેઓ તે સાથીને પૂછતા રહ્યા કે દાંત જ ૈનેન્દ્રની જ ેમ રાખી તો નથી લીધો ને! આ બાબતો પ્રત્યે ગાંધીજી સજાગ હતા. તે અર્થે જ જ ૈનેન્દ્રના શબ્દોમાં કહીએ તો તે ‘વિશુદ્ધ માનવ’ને અંદર શોધવો; તે મજબૂતીને, જ ેનું નામ ગાંધી છે. આપણે સાંભળીએ કે ન સાંભળીએ, પરમાત્માનો અવાજ જ ે મારા, તમારા, સૌના મનમાં ખૂંચે છે, સંયમ અને કરુણા વિના. હં ુ મનુષ્ય હોઈ ન શકું તે ધ્વનિ પડઘાય છે. આપણને પ્રેરિત કરે છે, વિવશ કરે છે કે આપણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈએ. હં મેશાં તેમ નથી કરી શકતા તે અલગ મુદ્દો છે. પરં તુ તેની શક્યતા હં મેશાં હોય છે. તે શક્યતાનું નામ મજબૂતી છે અને બીજુ ં નામ મહાત્મા ગાંધી. 187


પરં તુ તે માર્મિક હશે. હં મેશ માટે પ્રેરણાદાયી રહે શે. તેની પાછળ ‘વિશુદ્ધ માનવ’નો ઊંડો આત્મસંઘર્ષ છે અને એવો ઊંડો આત્મસંઘર્ષ છે, જ ેને તેમણે જાહે રમાં મૂકવા ક્યારે ય સંકોચ રાખ્યો નહીં. તેમના બ્રહ્મચર્યના પ્રયોગો નિકટતમ સાથીઓને પણ પરે શાન કરતા હતા. જૂ ન ૧૯૪૭માં દિલ્હીમાં તે પ્રયોગો નિકટતમ સાથીઓ માટે, મિત્રો માટે અસ્વસ્થ કરનારા હતા. તે દિવસોમાં કોઈએ તેમને કહ્યું પણ ખરું કે તમે મહાત્મા છો, તમારે હિમાલય જવું જોઈએ. તમે કેમ રાજનીતિમાં પડ્યા છો? સરકારને એની મેળે ચાલવા દો ને! ૧ જૂ ન ૧૯૪૭ના રોજ આ સૂચન અંગે ઉત્તર આપતાં ગાંધીજીએ પ્રાર્થનાસભામાં કહ્યું કે, તમે સત્ય કહો છો. મહાત્મા વગેરે વિશે તો હં ુ જાણતો નથી, પરં તુ સત્યનો સાધક છુ .ં તે કારણે મારે હિમાલય જવું જોઈએ. પરં તુ હં ુ સમજુ ં છુ ં કે મારો હિમાલય ત્યાં જ છે જ્યાં મનુષ્યની પીડા છે. એટલે હાલ તો મારો હિમાલય દિલ્હીના માર્ગો પર છે. એક વાર આ પીડામાંથી સૌને મુક્ત કરી લઉં, તે પછી આગળ તમે જશો અને હં ુ પાછળ પાછળ હિમાલય આવીશ. એ માટે જ ગાંધીજી આપણા જ ેવા સામાન્ય લોકો માટે એક પ્રેરણા છે. કારણ કે અંતે તેઓ વિશુદ્ધ માનવ છે. સતત પોતાની જાત સાથે સંઘર્ષ કરનારા, પોતાને જ સમજવાનો પ્રયાસ કરનારા, પોતાની નૈતિકતાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરનારા તે મનુષ્ય છે. [अंतिमजन સામયિકમાંથી]

રવીન્દ્રનાથ ટાગોરની એક કવિતા આ પ્રસંગે યાદ કરું છુ .ં તે કવિતા સિદ્ધ કરે છે કે કવિ દીર્ઘદૃષ્ટિથી સંપન્ન હોય છે. તેમના અવસાનના એક-દોઢ વર્ષ પહે લાં સંભવતઃ ૧૯૩૯-૪૦માં રવીન્દ્રનાથ ટાગોરે આ કવિતા લખી છે. કવિતાનું શીર્ષક છે ‘જય મૃત્યુંજય કી જય’. તે કવિતામાં એક વ્યક્તિ પોતાના સ્વજનોને સત્યના શિખર પર લઈ જાય છે. તે પોતે પણ પહોંચે છે. કવિતા ખૂબ લાંબી, સંવાદ ધરાવનારી છે. આ સ્વજનમાંથી જ કોઈ તેની હત્યા કરી દે છે. કવિતા કહે છે : ‘આમાં કોઈનો દોષ નથી, આ તમારી પસંદગી છે.’ પરં તુ અન્ય માટે કવિતા કહે છે : ‘જય, કી મૃત્યુંજયની જય’. ૧૯૪૮માં જ ે કંઈ થયું તે રવીન્દ્ર આઠ વર્ષ પહે લાં જોઈ શક્યા છે. તે કવિતા જો કોઈ તારીખ વિના વાંચવામાં આવે તો એમ માનવું અશક્ય લાગે કે આ કવિતા ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ પછી લખાઈ નથી. ગાંધીજી ઐતિહાસિક નહીં, બલકે નૈતિક વ્યક્તિ પણ છે. ઘણી વાર મને જ ૈનેન્દ્રકુ મારની વાત માર્મિક લાગે છે કે ગાંધીજી એક વાર ઇતિહાસના ગર્તમાં પહોંચી જશે, ભુલાઈ જશે, તેમને વ્યર્થ માનવામાં આવશે ત્યારે ગાંધીજીનો પુનઃ જન્મ થશે. જ ૈનેન્દ્રના શબ્દોમાં કહીએ તો : “તે વ્યક્તિત્વ દંતકથારૂપે હશે, તે જીવનદર્શનનું પ્રતીક હશે. હં ુ ઇચ્છું છુ ,ં હં ુ માનું છુ ં કે ગાંધીજીનું નિર્વૈયક્તિક રૂપ ફરી માનવ-ઇતિહાસનો નવો યુગ આરં ભશે.” ગાંધીજીનું કોઈ પણ રૂપ દંતકથારૂપે હોય, નિર્વૈયક્તિક હોય, કે પછી ઐતિહાસિક…

અનુવાદ : કિરણ કાપુરે 

188

[ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


તાણનું સંગીત વાડીલાલ ડગલી તાણનું સંગીત હોય? વાડીલાલ ડગલી માટે છે; અને તે સંગીતનો ધ્વનિ તેમણે સારી પેઠ ે અનુભવ્યો છે અને શબ્દબદ્ધ પણ કર્યો છે. વાંચનારને પણ તેની અનુભૂતિ થશે. …

એક કલ્પના કરો. એક નદી અને તેના ઉપર એકીસાથે ચારપાંચ કામો આપણી તરફ ધસી એક પુલ. એ પુલ ઉપર બીજી નદી અને એ નદી ઉપર બીજો પુલ. નદી ઉપર પુલ અને પુલ ઉપર નદી એવા અગિયારે ક પુલ ને દસેક નદીનું ચિત્ર તમારા મનમાં ઊભું કરો. આપણું જીવન આ અગિયાર નદી ઉપર દસ પુલ જ ેવું છે. જિંદગી એકીસાથે સંખ્યાબંધ સ્તર પર વહે છે. મન ચંચળ છે એટલે, કે આ દુનિયા હૈ યું ભરાઈ જાય એટલી આકર્ષક છે એટલે, જીવન આમ સમાંતર સ્તરોમાં વહે તું હશે? એ તો જ ે હોય તે. આપણે તો એટલું યાદ રાખવાનું કે જીવન પર એકસાથે અનેક તકાદાઓ આવતા હોય છે. જ ે તકાદાનું દેણું જલદી ચૂકવવાનું મન થાય તેનો ચોપડો હાથમાં લઈ એનું ખાતું તરત બંધ કરવું જોઈએ એમ મને લાગે છે. કિનારો છોડ્યો અને પાણીમાં ઝંપલાવ્યું એટલે કામ પતતું જવાનું. મેં અત્યાર સુધીના મારા જીવનના મોટા ભાગનો સમય વર્તમાનપત્રોમાં ગાળ્યો છે એટલે કામની ધમાલમાં નવાં કામ ઊભાં કરવાની મને આદત પડી ગઈ છે. તાણ તો લગભગ ચોવીસે કલાક હોય પણ એ તાણ દરમિયાન કામ પતાવતા જઈએ એટલે તાણમાંથી સંગીત સરજાય છે. એ પછી આજુ બાજુ ની દુનિયા વીસરાઈ જાય છે. માત્ર તાણનું સંગીત સંભળાય છે. આ દુનિયાની એક વિશેષતા એ છે કે

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨1]

આવે છે. બધાં જ ઉપયોગી કામ છે. કયું પહે લું હાથમાં લેવું અને કયું છોડી દેવું? આમ તો બધાં જ કામ અગત્યનાં લાગે છે. પણ કામ તો એક સમયે એક જ કરી શકાય છે. આથી જ ે કામ છોડી દીધું એના ભણી મન તણાય છે પણ શરીર તો એક જ કામ હાથમાં લઈ શકે છે. આ મૂંઝવણને મેં એક વાર આમ ગાઈ નાખેલી : મન તો મારું માળવે બેઠુ,ં દેહ ઝૂરે ગુજરાત. આમ, મન માળવે જઈને બેઠુ ં હોય અને શરીર ગુજરાતમાં રહી ગયું હોય તો તાણ ન સરજાય તો બીજુ ં શું થાય? એવો એક મત છે કે શાંતિથી, નિરાંતથી જીવન જીવવું જોઈએ અને નકામી તાણ ટાળવી જોઈએ. મનને શાંતિ ન હોય તો કામ કર્યે શો ફાયદો? નિરાંત વગરનું જીવન પ્રવૃત્તિમય જીવન હોય તોપણ એમાં કોઈ ફાયદો નથી. જિંદગીના કેન્દ્રમાં શાંતિ ન હોય અને માત્ર ઉધામા હોય તો જીવન દિશાદોર વિનાના વંટોળિયા જ ેવું બની જાય છે. આ દલીલમાં થોડુ ં વજૂ દ છે પણ એમાં મને મુડદાની વાસ આવે છે. મને એવો ભય છે કે આવી નિરાંતની શાંતિ સરવાળે, કદાચ સ્મશાનની શાંતિ થઈ જાય. નિરાંતનું પણ દુઃખ જ ેવુંતેવું નથી. કોઈ કળાકાર, કોઈ ભક્ત 189


કે કોઈ સમાજસેવક નિરાંતનો સદુપયોગ કરતો હશે પણ મારો એવો અનુભવ છે કે નિરાંતનો ઉપયોગ મોટા ભાગે ગામગપાટા અને વંધ્ય આનંદમાં થતો હોય છે. કલાકો સુધી ક્લબમાં બેસી રહે વું, મોડી રાત સુધી પાનાં રમ્યા કરવાં એ કરતાં કોઈ કામની તાણ તમને આકર્ષક નથી લાગતી? મને એમ લાગે છે કે સામાન્ય માણસ માટે ખૂબ નિરાંત મન પર ભારરૂપ થઈ જાય છે. મેં એવું જોયું છે કે આવા સજ્જનો પોતાની પત્ની અને બાળકો સાથે સમય પસાર કરવાના નિર્દોષ આનંદ કરતાં પાનાં રમવાનું વધારે પસંદ કરે છે. જ ેને ખૂબ નિરાંત છે એને પોતાનું ઘર પણ ખાવા ધાય છે. મારું એવું માનવું છે કે તાણવાળા જીવનમાં જ ચેતના મોરી ઊઠે છે. સ્થૂળ જીવનની શાંતિ કરતાં ચેતનાની ગડમથલ દ્વારા મળતા મૃત્યુને હં ુ પસંદ કરું. આનું કારણ એ છે કે ચેતના દ્વારા જ આ દુનિયામાં કંઈક નવું ઉમેરી શકાય છે. અનેક લોકોએ માનવજાતને હજારો વર્ષથી જ ે અર્પણ કર્યું છે તેનો હં ુ લાભ ઉઠાવું છુ ં ત્યારે મને થાય છે કે તેમાં આપણું પણ કંઈક ઉમેરતા જઈએ. થોડા સમય પહે લાં હં ુ ખૂબ માંદો પડ્યો ત્યારે હૉસ્પિટલની પથારીમાં પડ્યા પડ્યા આવો વસવસો થયેલો : આવ્યો એવો પામિયો, ભાણું હં ુ તૈયાર; ચાનકીયે જો દઈ શકું, હૈ યે હળવો ભાર. જ ેને નિરાંતે જીવવું છે એ આવું કંઈક ઉમેરવાનો વિચારે ય ન કરી શકે અને આવું નિજી ઉમેરણ ન કરી શકીએ તો જીવ્યા તોય શું અને મર્યા તોય શું? રશિયન ક્રાંતિના એક સમર્થ આગેવાન ટ્રૉટ્સ્કીએ એક વાર એવી મતલબનું લખેલું 190

કે જ ે શાંતિથી જીવવાનું વિચારે છે તેણે વીસમી સદીમાં જન્મવું જ નહોતું જોઈતું. વીસમી સદીની વિશેષતા એ નથી કે ઔદ્યોગિક ક્રાંતિ દુનિયાના પછાત દેશોમાં ફે લાઈ છે. મારે મન વીસમી સદીની વિશેષતા એ છે કે છેક છેવાડાના માણસને ઉપલા વર્ગે યાદ કરવો પડે છે. ભંગીનો છોકરો ભંગી જ રહે શે એવું હવે કોઈ ન કહી શકે. મનમાં અનુકંપાની, સમાનતાની અને ભાઈચારાની ભાવના ગમે તેટલી હોય પણ સમાજમાં એ ભાઈચારાની ભાવના મૂર્ત કરવાની સંપત્તિ ન હોય તો એ ભાઈચારાની વાતો વંધ્ય ક્રિયાકાંડ બની જાય. આ સંપત્તિ ક્યારે સરજાય? જ્યારે સમાજના બધા માણસો ઉત્પાદન-યજ્ઞના સમિધ બની જાય ત્યારે આ સંપત્તિ જોવા મળે. કોઈ માનસિક નિરાંત અને આ સંપત્તિ-યજ્ઞને કોઈ સંબંધ નથી. મેં આ પ્રજા-પુરુષાર્થને યજ્ઞ એટલા માટે કહ્યો છે કે એમાં ગણ્યાગાંઠ્યા માણસોનું ભલું નહીં પણ સૌથી નબળાનું ભલું કરવાની પ્રતિજ્ઞા છે. હં ુ એમ સમજુ ં છુ ં કે ટ્રૉટ્સ્કીએ આ અર્થમાં વિધાન કર્યું હશે. સમાજના બધા માણસો એકીસાથે પરિસ્થિતિ બદલવાનો અને અન્યાય ઓછો કરવાનો પુરુષાર્થ કરે ત્યારે તાણ તો રહે વાની જ. હં ુ આને વિધાયક તાણ કહં ુ છુ .ં આ વિધાયક તાણના આશીર્વાદ એ છે કે મારી અને તમારી તાણ વધે પણ સમાજની તાણ ઘટે. સાચું પૂછો તો આ તાણવાળા માણસો સંસારના મરજીવા છે. તાણના સાગરમાં ડૂ બકી મારીને એ સમાજકલ્યાણનાં મોતી લઈ આવે છે. સંસ્કૃતિના સીમાડા આવા થોડા મરજીવા આગળ વધારે છે. સમસ્ત [ જૂન ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


એને ઓછામાં ઓછી કર્કશ તાણનો અનુભવ થાય છે. પણ પડ્યા રહીએ એ કરતાં કામની તાણ બધી રીતે આવકારવા જ ેવી છે. મારો એવો અનુભવ છે કે જ્યારે હં ુ તાણમાં હોઉં છુ ં ત્યારે નજીવી ચીજો માટે મારી પાસે સમય જ રહે તો નથી. મોટા ભાગે તાણવાળા મનમાં ક્ષુદ્ર વિચારો આવતા નથી. તાણનું નિશાન જ એટલું ઊંચું હોય છે કે એને નમાલી ચીજોમાં હાથ ઘાલવો પોસાતો નથી. ક્યારે ક આવા સમયે ચેતના એટલી સતેજ થઈ જાય છે કે ચિત્તમાં સ્વાર્થને પેલે પાર જોવાની આંખ ઊઘડે છે. કામની તાણવાળો માણસ પોતાના સ્વાર્થના કામમાં ગળાડૂ બ પડ્યો હશે ત્યારે પણ એની પાસે સામાજિક કામ આવશે તો તે એ ઝડપથી પતાવી નાખશે. આથી અંગ્રેજીમાં કહે વત છે કે કામગરા માણસ પાસે જ થોડો સમય ફાજલ હોય છે. મને એમ લાગે છે કે તાણમાં જીવતા માણસની શક્તિ દિવસે દિવસે વધતી જાય છે. સામાન્ય જનને જ ે કામ મુશ્કેલ લાગે તે તેને સાવ સહજ લાગે. જ્યારે હં ુ ખૂબ તાણમાં કામ કરતો હોઉં છુ ં ત્યારે મારી બધી જ સુસ્તી તાણની ગરમીમાં પીગળી જાય છે અને મનની કરોડરજ્જુ ટટ્ટાર બની જાય છે. જ ે સવાલ સમજતાં દસ મિનિટ લાગે તે સવાલ હં ુ બેત્રણ મિનિટમાં સમજી જાઉં છુ .ં કેમ કે આ સમયે મનનો ઘોડો કર્મભૂમિ ભણી એકશ્વાસે પ્રસ્થાન કરી રહ્યો હોય છે.

પ્રજા ‘સમાન તક — વધુ ઉત્પાદન’-યજ્ઞમાં ભાગ લે ત્યારે પણ આવા તાણવાળા ઝંડાધારીઓ જોઈશે. જ ે તાણમાં ડૂ બેલા છે તે જ કવિ બલવંતરાયની જ ેમ કહી શકે : નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન. તમને એમ લાગ્યું છે કે જ્યારે તમે તાણમાં હો ત્યારે તમને કોઈક કેફ ચડે છે? તાણના કેફની વિશેષતા એ છે કે એમાં એક વેગ હોય છે. એના ધક્કાથી કામ પતતું જાય છે અને નવી પ્રવૃત્તિનાં અજાણ્યાં બારણાં ઊઘડી જાય છે. આમ આપણને ખબર પણ ન પડે એમ આપણે એક કામમાંથી બીજા કામમાં સરી જઈએ છીએ. આમ થાય છે એથી આપણા જીવનમાં શૂન્યતા પ્રવેશી શકતી નથી. એક કામ પૂરું કરીને પછી નિરાંતે બેઠા અને નિરાંત લાંબી ચાલી તો જિંદગી વ્યર્થ લાગવા માંડ ે છે અને મન કાંઈ પણ કરવાને તલપાપડ થાય છે. મન અને શરીરનો ધર્મ પ્રવૃત્તિ કરવાનો છે. તાણ પ્રવૃત્તિને લઈને આવતી હોય ત્યારે આપણને એ મીઠી એટલા માટે લાગે છે કે એ આપણને સાચા સુખનો અનુભવ કરાવે છે. કામમાં રચ્યાપચ્યા રહે તા હોય તેને સુખ શું કે દુઃખ શું? ઘણી વાર એમ બનતું હોય છે કે આપણે આપણા કામનું આયોજન બરાબર કરતા નથી એટલે ગેરવ્યવસ્થા ઊભી થાય છે અને તાણ રહે છે. પણ મને એમ લાગે છે કે આમાં આયોજનના અભાવ કરતાં કામ જલદી હાથમાં લેવાની નિર્ણયશક્તિનો અભાવ વધુ જવાબદાર છે. સાચાખોટા પણ નિર્ણયો જ ે જલદી લે છે

[શિયાળાની સવારનો તડકો માંથી] 

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨1]

191


સેન્ટ ઑગેસ્ટાઇન મનુભાઈ પંચોળી ‘દર્શક’ આપણી ભાષામાં નાગરિક-ઘડતરના મુદ્દે મનુભાઈનું સાહિત્ય સીમાચિહ્નરૂપ છે; એટલે ‘સૉક્રેટિસથી માર્ક્સ’ પુસ્તકના આવકારમાં રાજકીય સિદ્ધાંતોના વિશેષજ્ઞ ભીખુ પારે ખ લખે છે : “તેઓ પોતાના નાગરિકત્વના વિચારોને વિકસાવે છે અને જાહે ર હિત માટે વ્યક્તિગત નાગરિક ધર્મને કેળવવાની ફરજને પણ નિરૂપે છે.” મનુભાઈ આ વિષયોના અભ્યાસ અર્થે પાશ્ચાત્ય ભૂમિ સુધી જાય છે અને વીણેલાં મોતી સહજતાથી આપણી ભાષામાં ઉતારે છે. સેન્ટ ઑગેસ્ટાઇનનું વ્યક્તિત્વ એવું જ મોતીરૂપ છે. મધ્યયુગીન યુરોપમાં રાજકીય વિચારોમાં સેન્ટ ઑગેસ્ટાઇનનો પ્રભાવ રહ્યો છે અને તે પ્રભાવનું ટૂ કં ું આલેખન મનુભાઈએ પોતાની શૈલીમાં કર્યું છે. ...

જન્મ : ઈ. સ. ૩૫૪  —  મૃત્યુ : ૪૩૦

રોમન સામ્રાજ્યનું જંગલી લોકોના હુમલાઓએ ૫મી સદીમાં પતન કર્યું અને નવજાગરણકાળ આવ્યો ઈ. સ. ૧૫૦૦માં. આ બે વચ્ચેના ૧૦૦૦ વર્ષના ગાળાને લોકો મધ્યયુગ કહે છે. કોઈ અંધકારયુગ, તો કોઈક

સેન્ટ ઑગેસ્ટાઇનલિખિત ધ સિટી ઑફ ગૉડ પુસ્તકનું મુખપૃષ્ઠ

192

ઠકરાતયુગ પણ કહે છે. આ દરમિયાન યુરોપમાં જ ે રાજનીતિ ચાલી તેનો પાયો બે માણસોના વિચારો પર બંધાયો. તેમાં પહે લો છે સેન્ટ ઑગેસ્ટાઇન અને બીજો તે સેન્ટ ઍક્વાઇનસ. બંને ખ્રિસ્તીધર્મના મોટા સાધુઓ. તેમણે ધર્મની ચર્ચા રાજ્ય સાથે જોડીને કરી, જ ેણે જ ે-તે કાળે માર્ગદર્શન આપ્યું. સેન્ટ ઑગેસ્ટાઇન સમૃદ્ધ કુ ટુબ ં માં જન્મેલા, બહુ શોખપૂર્વક જીવનની શરૂઆત માણી. વિલાસી જીવન ભરપેટ માણેલું. પણ તેમનાં માતા બહુ ધાર્મિક વૃત્તિનાં. તેમના કહે વાથી સાધુ થયા અને છેક બિશપપદે પહોંચ્યા. ઑગેસ્ટાઇનના કાળમાં રોમનું પતન થયું ત્યારે અનેક લોકોએ રોમના પતન માટે ખ્રિસ્તીધર્મ તરફ આંગળી ચીંધી. જો રોમન સમ્રાટે તેને રાજધર્મ ન બનાવ્યો હોત તો રોમ હારત નહીં. આ તો ખ્રિસ્તીધર્મની ક્ષમાનો પ્રતાપ છે. આ ખ્રિસ્તીધર્મ ક્ષમા અને ગરીબાઈનો ધર્મ છે. તેવા ધર્મ અને રાજ્યને શું લેવાદેવા? રાજ્યમાં લડવૈયાઓ જોઈએ. એક ઘા અને બે કટકા કરે તેવા બહાદુરો જોઈએ તો રાજ્ય ટકે. તેને બદલે ખ્રિસ્તીધર્મે [ જૂન ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


તો બધાને સાવ નમાલા બનાવી દીધા. તલવાર ઉપાડશે તે તલવારથી મરશે તે ઉપદેશે લડાઈને જ ખતમ કરી દીધી. પછી કોને લડતાં ફાવે? આવા આવા આક્ષેપોનો ખ્રિસ્તીધર્મ પર મારો થયો. આ આક્ષેપનો જવાબ આપ્યો સેન્ટ ઑગેસ્ટાઇને. તેમણે ચોપડી લખી ધ સિટી ઑફ ગૉડ, પણ અંદર કહાણી છે બે નગરની. દુન્યવી નગર અને ઈશ્વરી નગર. જ ેમાં તેમણે દુનિયાનો ઇતિહાસ આલેખ્યો. તેમાં તેમણે કહ્યું કે રોમનું પતન ખ્રિસ્તીધર્મને કારણે થયું જ નથી, કારણ કે રોમ ક્યાં ખ્રિસ્તીધર્મને વ્યવહારમાં અનુસરતું હતું? રોમનો તો ખ્રિસ્તીધર્મના ઉપદેશથી ઊલટુ ં જ કરતા હતા. ખ્રિસ્તીધર્મે કહ્યું કે કોઈને ગુલામ કરાય જ નહીં. પણ રોમ તો ગુલામોથી ભર્યું હતું. હવે આ ગુલામો બળવો કરે તેમાં શું નવાઈ? ખ્રિસ્તીધર્મે કહ્યું કે સૌ એકબીજાને પ્રેમ કરો, વિશ્વાસ રાખો, તો તે પણ રોમનોએ ન જ કર્યું. અરે ! ખ્રિસ્તીધર્મે તો વિલાસી જીવન ન જ જિવાય એમ કહે લું, પણ રોમનો તો વિલાસી જીવન ભરપેટ માણતા હતા. આ બધું ખ્રિસ્તીધર્મથી તદ્દન વિરુદ્ધ હતું, એટલે તો રોમન સામ્રાજ્ય નાશ પામ્યું. એટલે રોમનું પતન ખ્રિસ્તીધર્મ ન પાળવાથી થયું છે એમ ઑગેસ્ટાઇને જોશભેર કહ્યું અને હવે બેઠા થવા માટે મનુષ્યને યોગ્ય જીવન ભણી દોરવા માટે રાજ્ય અને ધર્મે ભેગા મળીને પ્રયત્ન કરવાનો છે તેની વિગતે ચર્ચા તેના પુસ્તકમાં કરી. ઑગેસ્ટાઇને કલ્પના કરી છે કે એક ઈશ્વરી નગર છે અને એક દુન્યવી નગર છે. આ બંનેને જોડનારો એક પુલ છે તે ખ્રિસ્તીધર્મ, જ ેના પ્રતિનિધિઓ છે પોપ, તેના પાદરીઓ

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨1]

અને દેવળો. દરે ક માનવીની ગતિ છે ઈશ્વરી નગર તરફ જવાની, પણ તે માટે તેણે શુદ્ધ થવાનો પુરુષાર્થ કરવો પડે. તેની દુન્યવી વાસનાઓ વળોટવી પડે. આ દુન્યવી નગરનો વ્યવસ્થાપક છે રાજા અને પોપ — પાદરી છે ઈશ્વરી નગર જવા માટેના મદદકર્તા ભોમિયા. આમ આ બંનેનાં કાર્યક્ષેત્રો અલગ અલગ છે. દુન્યવી નગરમાં રહે નારા ઈશ્વરી નગર જવા ઇચ્છે છે ત્યારે તેમને તે માટે પુરુષાર્થ કરવાની અનુકૂળતા રાજાએ આપવાની છે. એટલે અનુકૂળતાની વ્યવસ્થા રાજા કરે પણ ઈશ્વરી નગરમાં જવા બાબતનો પુરુષાર્થ અર્થાત્ ધર્મપાલનનું માર્ગદર્શન પોપ આપે. રાજ્યમાં દરે ક રસ્તા ઉપર ડાબે હાથે ચાલવું તેવો નિયમ રાજા કરે તો પોપે પણ તે પાળવો પડે જ, કારણ કે તે વ્યવહાર–વ્યવસ્થાને લગતો નિયમ છે. જ ેમ કે ત્રાજવાં–તોલાં ક્યાં વાપરવાં તે પણ રાજા–રાજ્ય જ ઠરાવે અને પોપનાં દેવળ–મંદિરોમાં પણ ત્રાજવાં–તોલાં એ જ વપરાય. તો બીજી બાજુ પોપ કહે કે બધાએ દર રવિવારે ચર્ચમાં આવવાનું જ તો રાજા સુધ્ધાંએ જવું જ જોઈએ અને તે કોઈ પણ ન પાળે તેનું જ ે પ્રાયશ્ચિત્ત–દંડ ફરમાવાય તે સ્વીકારવાં જ પડે. ધર્મ — પોપ કહે કે આટલા દિવસો ઉપવાસ કરવાના એટલે કરવાના જ, તેમાં રાજાથી પણ ના ન પાડી શકાય. ઑગેસ્ટાઇનની વાત પાછળ પણ ઈશુનું પેલું વાક્ય હતું કે “ભગવાનનું ભગવાનને આપો, સિઝરનું સિઝરને આપો.” પણ શું ભગવાનનું અને શું સિઝરનું? ઑગેસ્ટાઇને તેની સ્પષ્ટતા કરી. ઑગેસ્ટાઇને કહ્યું કે મનુષ્ય પર બે સત્તા છે. પણ તેનાં ક્ષેત્રો — સાધનો અલગ અલગ 193


છે. રાજા પાસે લોઢાની તલવાર છે તો ધર્મ પાસે સોનાની તલવાર છે. રાજ્ય તેની લોઢાની તલવારથી દંડ આપે છે તે વાગે છે. જ્યારે સોનાની તલવાર વાગતી નથી. તે તો એક પ્રતીક છે. બાકી ધર્મ તો સેવા કરે છે, પ્રેમ કરે છે, સમજાવે છે. ઑગેસ્ટાઇન કહે છે કે ધર્મ તો માણસને શુદ્ધ કરવાનો છે. તેનામાં સદ્ગુણો ઉગાડવાના છે. એ તો ફૂલ ખીલવવા જ ેવું કામ કરે છે. તે દંડથી ન થાય. ફૂલને પકડીને ખીલવી ન શકાય, તો તો ફૂલની પાંદડી ખરી પડે — તૂટી પડે — ધગધગતી સાણસી લઈને ફૂલને પકડીએ તો ફૂલ બળી જ જાય. ધર્મનું સાધન છે સેવાપ્રેમ. તેનાથી સદ્ગુણો વિકસે. મનુષ્ય શુદ્ધ થાય. તે કામ રાજ્ય દ્વારા, દંડ દ્વારા ન થઈ શકે. માટે તે ક્ષેત્ર રાજ્યનું નથી, કારણ કે તેની તલવાર લોઢાની છે, તે દંડધારક છે. રાજ્યનું કામ તો લોકોનું રક્ષણ કરવાનું; શાંતિ જાળવવાનું; તોફાનીઓ, ગુંડાઓ પર અંકુશ રાખવાનું. જ ેથી લોકો ધ્યાન ધરે , ભક્તિ કરે ત્યારે શાંતિ હોય તો લોકો સ્વસ્થ રીતે તે કરી શકે. કોઈ વ્યવસ્થા ન તૂટ ે તેનો ખ્યાલ રાજ્યે રાખવાનો જ ેથી સહુ સ્વસ્થ રીતે — સહકારપૂર્વક વિકાસ સાધે. આ રાજ્યનાં કાર્ય છે. આ માટે તેણે રાજ્યની જરૂરિયાત દર્શાવી છે. રાજનીતિના એક અભ્યાસીએ આ બંને કામો સ્પષ્ટ કરતું એક સુંદર વાક્ય કહ્યું છે, “ફૂલોને સાચવવા માટે છોડની આજુ બાજુ વાડ હોવી જરૂરી છે. પણ વાડ હોય એટલે ફૂલ ખીલે જ એવું નથી, કારણ કે ફૂલ ખીલવાનો કાર્યક્રમ જુ દી જાતનો છે. વાડ એ કરી શકતી નથી.” ઑગેસ્ટાઇને પણ અહીં બે ભાગ પાડી 194

દીધા. રાજ્ય વાડરૂપે રહે અને ફૂલ ખીલવવાનું કામ ખ્રિસ્તીધર્મ કરે . ઑગેસ્ટાઇનના મતે મનુષ્યના પતનનું મૂળ છે સ્વકેન્દ્રીપણું, સ્વાર્થ. એમાંથી બધાં પાપ ઊભાં થાય છે. ધર્મે આ સ્વકેન્દ્રીપણું કાઢવાનું છે. આ સ્વકેન્દ્રીપણું હોય ત્યાં સુધી કોઈને સ્વર્ગમાં લઈ જાય તો તે પણ નરક જ ેમ ગંધાઈ ઊઠે, કારણ કે તે ત્યાં પણ ધંધો તો એ જ કરે . સ્વર્ગમાં લઈ જાવ એટલે દાણચોરી મૂકીને ભાગવત વાંચવા ન બેસે — તે માટે તમારે માણસ બદલવો પડે. ફૂલ ખીલવવાં પડે. સ્વાર્થને વિસ્તૃત કરવો પડે. આ કામ તેણે ધાર્મિક લોકોને સોંપ્યું. જ ે લોકોએ ઘરબાર છોડ્યાં છે, જ ે સૌની સેવા કરે છે, સહુને સ્નેહ કરે છે. દુખિયારાંનો વિસામો બને છે. લોકોનો હૃદયપલટો તે કરશે, લોકોનાં મનના મેલ એ ધોશે. આમાં રાજ્યનું કામ નથી, ઊલટાનું આ બાબતમાં ધર્મ જ ે કહે તે રાજ્ય સ્વીકારે . ઑગેસ્ટાઇન કહે છે કે ‘ધ સિટી ઑફ ગૉડ’થી રાજા આઘા જ રહે . તેમણે તો માત્ર રક્ષણ કરવાનું છે. અહીં ભય અને દંડની જરૂર નથી. અમારું કોઈ ભક્ષણ ન કરે , રં જાડે નહીં, તે ધ્યાન રાખો, અમારા કામમાં ન પડશો. અમે માણસને પ્રેમાળ કરશું, સહકારી બનાવીશું. જ ે સદ્ગુણો જોઈએ છે તે સદ્ગુણોનો વિકાસ કરીશું. તે માટે અમે સહુને ચાહીને, સેવા કરીને, મદદરૂપ થઈને, હરઘડી તેની ચિંતા કરીને તેમને પોતીકા બનાવીને કરીશું. ઑગેસ્ટાઇન સ્પષ્ટ કહે છે કે મનુષ્યમાં ગુણવિકાસ દબાણથી થઈ શકતો નથી, તે કામ ધર્મ જ, ઉપરનાં કાર્યો દ્વારા કરી શકે. અહીં આપણે એક બીજી વાત પણ સમજી લઈએ કે કેળવણીનો પણ સાચો અર્થ તો [ જૂન ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


બની કે લગભગ ૮૦૦ વર્ષ સુધી આખા યુરોપ પર ધર્મનાં કાર્યોનું વર્ચસ્વ રહ્યું, કારણ કે નિશાળો ખ્રિસ્તીધર્મ ચલાવતો; દવાખાનાં, અનાથઆશ્રમ પણ તે જ ચલાવતો. યુરોપ આખામાં ગામડે ગામડે ખ્રિસ્તી દેવળો હતાં. મનુષ્યના જન્મથી અંત્યેષ્ટિ સુધીના બધા સંસ્કારો દેવળ કરતું. યુરોપ નાનાંમોટાં રાજ્યોમાં વહેં ચાયેલું હતું જ્યારે ખ્રિસ્તીધર્મ આખા યુરોપમાં હતો. એ રાજ્યોના ટંટાફિસાદ વચ્ચે શાંતિની સુલેહ પણ ધર્મે જ કરાવવી પડતી. તો બીજી બાજુ ધર્મ જ યુનિવર્સિટી સુધીનું શિક્ષણ આપતો હતો. રાજાને પણ તેના અફસરો બનાવવા શિક્ષિતોની જરૂર હતી. એટલે મધ્યયુગમાં ખ્રિસ્તીધર્મની આખા યુરોપ પર પક્કડ રહી. આમ ઑગેસ્ટાઇને રાજ્યની જ ે મર્યાદા બતાવી તે તેની મોટામાં મોટી શોધ છે. પરં તુ રાજ્યને જ ે કામ સોંપ્યું અને સાધનો આપ્યાં — સુરક્ષા અને ન્યાય સોંપ્યાં તેનાથી વાસ્તવમાં રાજ્યને સંતોષ નહોતો, રાજ્ય સર્વોપરિતા ઇચ્છતું હતું. એટલે રાજ્ય અને ધર્મમાં કોની સત્તા સર્વોપરી આ સવાલ ઊભર્યા કરતો હતો.

ગુણવિકાસ જ છે, એટલે આપણે પણ કહીએ છીએ કે કેળવણી નિયમો-ભય-લાલચથી થઈ શકે નહીં. સાચો ધર્મ અને સાચી કેળવણીનાં સાધનો એક છે. આચાર્ય વિનોબાજી કહે છે કે શિક્ષણને રાજ્યના હાથમાંથી લઈ લો, કારણ કે શિક્ષણ સંસ્કાર દ્વારા, સ્નેહ દ્વારા સમજાવીને ચિત્તનું પરિવર્તન કરે છે. આ કામ કોણ કરી શકે? રાજ્યના નોકરો હોય તે તો રાજ્યના નિયમોથી બંધાયેલા હોય. ભયભીત હોઈ રાજ્યના હુકમ મુજબ તેમણે વર્તન કરવું પડે. રાજ્યનું સાધન તો દંડ છે, અંકુશ છે, નિયમો છે. તે રાજ્યના ચાકરોથી કેળવણી ન થઈ શકે, કારણ કે તે બંધાયેલા છે. રાજ્યનો વિરોધ નહીં કરી શકે. શાળા સદ્ગુણ-વિકાસ પ્રેરતી, હૂંફ આપતી જગ્યા છે. રાજ્યના નિયમોનો ડર સદ્ગુણ-વિકાસ અટકાવે. રાજ્યના આદેશથી શૂરવીરતા ન આવે તેમ તેના ટાઇમટેબલ પ્રમાણે ચોક્કસ સમયે ઉદારતા — પ્રામાણિકતા વ્યક્તિમાં ન પ્રવેશે. એટલે વિનોબાજી જ્યારે શિક્ષણને રાજ્યના હાથમાંથી લઈ લેવાનું કહે છે ત્યારે ઑગેસ્ટાઇનનું સમર્થન કરે છે. ઑગેસ્ટાઇનની આ વાત એટલી અસરકારક

[સૉક્રેટિસથી માર્ક્સ માંથી] 

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા જુ લાઈ, ૨૦૨૧ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન દસ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. સુશ્રી ભાવનાબહે ન ર. પંચાલ, પ્રકાશન વિભાગ શ્રી વિવેક જિ. દેસાઈ, મૅનેજિગ ં ટ્રસ્ટી

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨1]

• જ. તા. ૦૨–૦૭-૧૯૬૬ • ૩૧–૦૭–’૬૭

195


જગન્નાથમાં સૌ સરખા રઘુનાથ મિશ્ર અષાઢી બીજના દિવસે રાજ્ય-દેશમાં રથયાત્રા આયોજાય છે. રથયાત્રાની પરં પરા ઓરિસામાં આવેલા પુરીના જગન્નાથ મંદિરની છે, જ ે પછીથી દેશનાં અન્ય જગન્નાથનાં મંદિરોમાં અનુસરાય છે. પુરી જગન્નાથના આ મંદિરમાં હરિજનોના મંદિરપ્રવેશ બાબતે ખાસ્સી હિલચાલ રહી અને ગાંધીજી પણ તે હિલચાલમાં સામેલ રહ્યા. ૧૯૩૮માં જ્યારે ગાંધીજી પુરીના પ્રવાસે હતા ત્યારે તેમણે કહ્યું હતું : “હરિજનોને એ મહામંદિરમાં પેસવા દેવામાં આવતા નથી. મેં મનમાં વિચાર કર્યો કે જ્યાં સુધી જગન્નાથની નજર આગળ આ ભેદો ચાલે છે ત્યાં સુધી એ જગન્નાથ મારો નથી.” આ પ્રવાસ દરમિયાન અહીં મંદિરમાં જનારાં કસ્તૂરબા સહિત અન્યને તેમણે જાહે રમાં સખત ઠપકો પણ આપ્યો હતો. એક સમયે પુરીના મંદિરમાં માણસ માણસ વચ્ચેના ભેદ નહોતા અને તે વિશે રઘુનાથ મિશ્રએ મંદિરની કથાવસ્તુરૂપે તેનો ઇતિહાસ આપ્યો છે. …

જગન્નાથનું પ્રાચીન મંદિર એક કાળે એક પ્રવેશ કરવાની કોઈની છાતી ચાલતી નહિ. ભૂરા રં ગની ટેકરી પર હતું. ટેકરી ગાઢ, અભેદ્ય અરણ્યથી ઢંકાયેલી હતી, ને એમાં

વિશ્વાવસુ નામનો શબર જાતિનો પારધી આ વનની ઝાડીમાં ઘર કરીને રહે તો હતો. એક

સ્કોટિશ મૂળના આર્કિટેક જ ેમ્સ ફર્ગ્યુસને ૧૯મી સદીમાં જગન્નાથ મંદિરનું દોરે લું ચિત્ર

196

[ જૂન ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


દિવસ શિકારની શોધમાં નીકળેલો તે ટેકરીના શિખર પર આવી પહોંચ્યો, ત્યાં એક ગુફામાં તેણે એક સુંદર મૂર્તિ ઢંકાઈને પડેલી જોઈ. તે જોઈને તેનું હૃદય આનંદ ને ભક્તિથી ફુલાઈ ગયું. તે ક્ષણથી તેને દુનિયાની બીજી એકે વસ્તુ વિશે વિચાર આવે જ નહિ. ઊંઘતાં ને જાગતાં એના મનમાં એ મૂર્તિના જ વિચાર આવ્યા કરે . એણે મુગ્ધ કલ્પનાથી એ મૂર્તિનું નામ નીલાચલ પરથી નીલમાધવ પાડ્યું. રોજ સવારે તે વહે લો ઊઠીને ગુફામાં જતો ને એ મનોહર મૂર્તિને નવડાવી તેને ફૂલથી શણગારતો. એટલું કર્યા પછી તે વનનાં સારામાં સારાં ફળ ભેગાં કરી લાવતો, એ ચાખી જોતો, ને મીઠાં ફળ દેવને ધરાવતો. ભક્તિના ઊભરા આડે એને ક્ષણવાર પણ શંકા ન થતી કે એણે ચાખ્યા પછી ફળ એઠાં થાય છે ને તેનું દેવને નૈવેદ્ય ન ધરાવાય. એના મનમાં તો એમ જ હતું કે સારામાં સારાં ને મીઠાં ફળ જ દેવને ધરાવાય. ને કયાં ફળ મીઠાં છે એની ખબર ચાખ્યા વિના કેમ પડે? હાથમાં ફળ લઈને તે મૂર્તિ પાસે દોડી જાય ને કહે , “ભગવાન, આ ફળ આરોગો. એ મીઠાં છે, મેં ચાખી જોયાં છે.” આવી એ ભક્તની મુગ્ધ શ્રદ્ધા હતી. દેવ એ શ્રદ્ધાને વશ થયા ને શબરનાં ફળ લઈને આરોગવા લાગ્યા. નહિ તો પારધી ઉપવાસ કરત; કેમ કે એણે તો સંકલ્પ કરે લો કે ભગવાન ફળ આરોગે નહિ ત્યાં સુધી પોતે ખાવું નહિ. આ રીતે દિવસો પર દિવસો જવા લાગ્યાં. પારધીની દીકરી લલિતા સિવાય બીજા કોઈને ખબર નહોતી કે પારધી નીલમાધવની ભક્તિમાં લીન થઈ ગયો છે ને એને જગતમાં બીજો કશો રસ રહ્યો નથી.

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨1]

એ કાળે માલવદેશની ગાદીએ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો તે ભલો ને ધર્મનિષ્ઠ રાજા હતો. એના જીવનની મોટામાં મોટી આકાંક્ષા એ હતી કે કોઈ જગાએ પવિત્ર સ્થાન શોધી કાઢવું, ત્યાં વિશાળ દેવાલય બાંધવું, ને ત્યાં એવી મૂર્તિની સ્થાપના કરવી કે જ ેની પવિત્રતાની ખ્યાતિ આખા દેશમાં ફે લાય. એવું સ્થાન ને એવી મૂર્તિ શોધવાં તે ચારે દિશામાં અનુચર મોકલ્યા કરતો હતો. એક દિવસ એ શોધની નિષ્ફળતા વિશે વિમાસણ કરતો બેઠો હતો ત્યાં એક અજાણ્યો બ્રાહ્મણ આવી ચડ્યો. એણે આવીને નીલાચલની પવિત્રતાનું ને નીલમાધવની મૂર્તિનું છટાદાર વર્ણન કર્યું ને કહ્યું, “નીલમાધવ એ તો સાક્ષાત્ શ્રી વિષ્ણુ છે. આ૫ જો ત્યાં મંદિર બાંધશો તો આપને અપૂર્વ કીર્તિ અને અપાર શ્રેયની પ્રાપ્તિ થશે, કેમ કે મારી જાણમાં આ સ્થાન આખા ભારતવર્ષમાં સૌથી પવિત્ર છે.” રાજાના હર્ષનો પાર ન રહ્યો. તેણે પ્રધાનના નાના ભાઈ વિદ્વાન ને ભક્તિમાન વિદ્યાપતિને એ જગાએ જાતે જઈ તપાસ કરી, બ્રાહ્મણની વાત સાચી છે કે નહિ તે શોધી કાઢવા મોકલ્યો. પેલા બ્રાહ્મણે બતાવેલી દિશામાં ને એ એધાણે ચાલતાં વિદ્યાપતિને શબર વિશ્વાવસુની ઝૂંપડી શોધી કાઢતાં વાર ન લાગી. તેની પાસે જઈ તેણે આવવાનું કારણ જણાવ્યું. શબરે આવા વિદ્વાન માણસને છાજ ે એવા આદરથી એનું સ્વાગત કર્યું. પણ વિદ્યાપતિએ નીલમાધવનાં દર્શન કર્યા વિના અન્ન લેવાની ના પાડી એટલે શબર એને પેલી પોતાને પ્રાણપ્રિય એવા જગાએ લઈ ગયો. એ સાંજ ે વિદ્યાપતિને થયું કે પોતાની શોધ સફળ થઈ 197


છે. તે રાતે તે વિશ્વાવસુની સાથે રહ્યો. બીજો દિવસ પહે લા દિવસના જ ેવો જ ગયો, ને ત્રીજો પણ એમ જ પસાર થઈ ગયો. દિવસે દિવસે વિદ્યાપતિને એ સ્થાન એટલું બધું મોહક લાગતું ગયું કે જ ે કામને માટે પોતે આવેલો તે કામ ભૂલી જ ગયો. એક રાતે એને સ્વપ્નું આવ્યું તેમાં ભગવાને આવીને એને યાદ દેવડાવ્યું કે એને પાછા જવાનું છે ને રાજા આતુરતાથી એની રાહ જોઈ રહ્યો છે. બીજ ે દિવસે સવારે વિદ્યાપતિ માલવદેશ જવા નીકળ્યો. ત્યાં જઈ તેણે રાજાને પોતે નીકળ્યો ત્યાંથી માંડીને રજ ેરજ વાત કહી સંભળાવી. રાજા એકદમ એ સ્થાનની યાત્રાએ નીકળ્યો, આખે રસ્તે ઇન્દ્રદ્યુમ્નને આનંદ થતો હતો કે ભગવાને આખરે મારી શોધ સફળ કરી ખરી. પણ એક વાત એના મનમાં ખૂંચ્યા કરતી હતી. નીચ જાતિનો, અસ્પૃશ્ય શબર ભગવાનની પૂજા કરીને મૂર્તિને પ્રતિક્ષણ ભ્રષ્ટ કરી રહ્યો હતો એ લાગણી એના મનમાંથી ખસતી નહોતી. પ્રવાસ પૂરો થતા પહે લાં એણે મનમાં સંકલ્પ કરી લીધો હતો કે એ અસ્પૃશ્ય શબરને ભગવાનની પાસેથી દૂર ખસેડવો. આવા વિચારો કરતો કરતો તે સીધો નીલાચલને શિખરે પહોંચ્યો. પણ જુ એ છે તો ગુફામાંથી નીલમાધવની મૂર્તિ અલોપ થઈ ગયેલી! નીલમાધવ અંતર્ધાન થઈ ગયા હતા! રાજા બહુ દુઃખી થયો. એણે વિદ્વાન વિદ્યાપતિને પૂછ્યું. વિદ્યાપતિએ કહ્યું : “તમે શબર વિશ્વાવસુને અસ્પૃશ્ય ગણીને મનમાં તેનો તિરસ્કાર કર્યો છે. પણ એ તો મહાભક્ત છે ને એણે નીલમાધવની અપાર કૃ પા મેળવી છે. તમે મનમાં ઊંચનીચભાવને આવવા દીધો, તેથી ભગવાન તમારી નજર આગળથી અદૃશ્ય 198

થઈ ગયા, તમારે ઉપવાસ કરીને શુદ્ધ થવું પડશે, ને વિશ્વાવસુ પ્રત્યે કરે લા તિરસ્કારનો જ ે બદલો વાળી શકાય તે વાળવો પડશે. પછી જ્યારે તમારા મનમાંથી ઈશ્વરનાં બાળકો વિશેનો ભેદભાવ પૂરેપૂરો ભૂંસાઈ જશે ત્યારે તમે નીલમાધવનાં દર્શન કરી શકશો.” રાજાએ નમ્રતા અને પશ્ચાત્તાપથી માથું નમાવ્યું, અને વિદ્યાપતિની શિખામણ પ્રમાણે આચરણ કરવા માંડ્યું. તેણે અનેક દિવસનું અનશન કર્યું ને મનમાંથી ઊંચનીચભાવ સમૂળગો ભૂંસી નાખ્યો. તે પછી તરત જ નીલમાધવે એને સ્વપ્નમાં દર્શન દીધાં ને કહ્યું, “તું મને હવે અહીંયાં નહીં જુ એ. કાલે સમુદ્રકાંઠ ે જજ ે. ત્યાં તું એક મોટો લાકડાનો પાટડો જોશે. એ મારી અહીંની મૂર્તિનો અવશેષ હશે. એ પાટડામાંથી તું ચાર મૂર્તિ બનાવડાવજ ે. તારા રાજ્યના એકેએક માણસના મનમાંથી ઊંચનીચભાવ પૂરેપૂરો કાઢી નાંખજ ે, ને મહાભક્ત વિશ્વાવસુને ન્યાય કરજ ે.” બીજ ે દિવસે પરોઢિયે રાજા લાવલશ્કર સાથે સમુદ્રકાંઠ ે જઈને જુ એ છે તો એક મોટો લાકડાનો પાટડો પડ્યો છે. ભગવાને કહ્યા પ્રમાણે તેણે એમાંથી ચાર મૂર્તિઓ બનાવડાવી — એક જગન્નાથની, બીજી બલભદ્રની, ત્રીજી સુભદ્રાની, ને ચોથી સુદર્શનચક્રની. નીલાચલ પર એક મંદિર બંધાવ્યું ને તેમાં ચારે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી. તમામ પ્રજાજનોને તેણે હુકમ મોકલ્યા કે રાજ્યમાં કોઈએ ઊંચનીચનો ભેદ રાખવો નહિ. એનું દૃષ્ટાંત બેસાડવા માટે તેણે શબર વિશ્વાવસુની દીકરી લલિતાને વિદ્વાન પંડિત વિદ્યાપતિ જોડે પરણાવી. આજ ે જગન્નાથના ભક્તિમાં અગ્રેસર ગણાતા પતિ મહાપાત્રો [ જૂન ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


એ યુગલના વંશજ છે. જ ે લોકો આજ ે દૈતપતિને નામે ઓળખાય છે ને જ ેમનો મંદિર ઉપર કુ લ અધિકાર છે તેઓ શબર વિશ્વાવસુના વંશજ છે ને જગન્નાથના જાતિબંધુ મનાય છે.1 ઇન્દ્રદ્યુમ્ન રાજાના વખતના તામ્રપટ પર લખેલા લેખમાં તેમને આ અધિકાર આપવામાં આવેલો છે. રાજાએ જ્યારે મંદિરની સેવાપૂજા માટે ધારાધોરણ ઘડ્યાં ત્યારે તેમણે ૩૬ જાતિઓના માણસોને સેવામાં લીધા કે જ ેથી કાળાંતરે એવો અર્થ ન કરવામાં આવે કે એકલા શબરને જ મંદિરમાં જવાનો અધિકાર છે ને બીજાને નથી. મંદિરના અંદરના ભાગમાં સેવા કરવાનો અધિકાર સર્વ જાતિના માણસોને રાખીને રાજાને એવું સિદ્ધ કરવું હતું કે જાતિ જાતિ વચ્ચે ભેદ નથી અને મંદિરમાં જઈ ભગવાનનાં દર્શન કરવાનો અધિકાર કોઈ પણ હિં દુને છે. એ પ્રથા અખંડિત ચાલતી આવી છે ને આજ ે પણ કાયમ છે. પંડા, બાવરી, હાડી, ચમાર, ધોબી દરે ક જાતને ભગવાનની સેવામાં કંઈક કામ નિયત કરી આપેલું છે ને તે કામ તે જાતના માણસો કરે છે, ને કોઈ પણ પ્રકારની સેવા બીજી સેવા કરતાં ચડિયાતી કે ઊતરતી ગણાતી નથી. જાણે આ વસ્તુને વિશે જરા પણ શંકા ન રહે એટલા માટે, અને જીવમાત્રની એકતા સ્થાપિત કરવાને સારુ, જગન્નાથને ધરાવેલા નૈવેદ્યને ‘કૈવલ્ય’ એટલે એકત્વ કહે વામાં આવે છે; અને એ નૈવેદ્યનો પ્રસાદ લેવાની કોઈ

પણ માણસ ઊંચનીચના ભેદને કારણે ના પાડતું નથી. સર્વ જાતિના માણસો એક હારમાં બેસીને, એટલું જ નહિ પણ એક જ પત્રાવળી કે થાળીમાં ખાય છે. આ પ્રથા ત્યાં ઘણા લાંબા વખતથી ચાલતી આવેલી છે. એમ કહે વાય છે કે આ મંદિર હિં દુ સમાજને અર્પણ કરવાને સારુ, ને પોતાના વંશજો મંદિર અને મૂર્તિ પર માલિકીનો હક ન કરે તેટલા માટે રાજાએ ભગવાન પાસે વર માગી લીધો કે મારે કોઈ વંશજ ન થજો ને આ મંદિરનાં દ્વાર સદાસર્વદા હિં દુમાત્રને માટે ખુલ્લાં રહે જો. એટલે મંદિરનાં સિંહદ્વાર પર આ અક્ષરો કોતરે લા છે : ‘હિં દુ સિવાયના કોઈને અંદર જવાની છૂટ નથી. કોઈ પણ હિં દુ અંદર જઈ શકે છે.’ એ જ વ્યવસ્થા મંદિરના નિયમોના ગ્રંથ ‘નીલાદ્રિ મહોદય’માં પણ લખેલી છે. સૂર્યવંશી ઇન્દ્રદ્યુમ્ન રાજાનો વંશ અસ્ત પામી ગયો છે. આજ ે જ ે રાજા ગાદીએ છે તે ભોઈ વંશનો છે. જગન્નાથની આ કથાનો કળશ તો હવે ચડે છે. પોતે કહે છે તે કેવળ શાબ્દિક વસ્તુ નથી એ સિદ્ધ કરવાને રાજાએ મંદિરમાં ઝાડુ વાળવાનું કામ માથે લીધું. રથયાત્રાના ઉત્સવને વખતે જગન્નાથની પ્રતિમા રથમાં પધરાવવામાં આવે છે. તે પહે લાં રાજા જાતે રથને વાળીઝૂડીને સાફ કરે છે. આ પ્રથા આજસુધી ચાલતી આવી છે. [હરિજનબંધુ તા. 13 – 05 - 1934] 

1. જ્યારે જગન્નાથે દેહાંતર કર્યું મનાય છે ત્યારે આ લોકો મરે લા માણસની ઉત્તરક્રિયા કરે એવી ક્રિયા કરે છે. એવી ક્રિયા કરવાનો અધિકાર બીજા કોઈને નથી.

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨1]

199


ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ અસહકાર ચળવળ આરં ભાઈ પણ અહિં સાનું આચરણ પ્રજામાં કેળવાયું નથી અને તેથી ગાંધી ઠેકઠેકાણે અહિં સા વિશે સમજણ આપી રહ્યા છે. આ માસની શરૂઆત જ અહિં સાના ભાષણથી થાય છે. આ વક્તવ્ય ભરૂચમાં પહે લી તારીખે આપ્યું છે. અહિં સાની સમજણ આપતાં અહીં તેઓ કહે છે : “સરકાર શાંતિ રાખે ત્યારે શાંતિ રાખવી એ આપણી શરત નથી. એ તો સરકાર સાથે સહકાર થયો. આપણે તો શાંતિમય અસહકાર કરવા બેઠા છીએ. સરકારના ગોળીબાર કે માથા પર ઍરોપ્લેનમાંથી દારૂગોળા છૂટે ત્યારે પણ શાંત બેસીને આપણું કામ ચલાવ્યે જ જઈએ અને કલેક્ટરને મારવા ન દોડીએ, પોસ્ટ ઑફિસ ન બાળીએ ત્યારે જ સાચી શાંતિ કહે વાય.” [ગાં. અ. ૨૦ : ૧૫૯]. જાગૃતિ સાથે અસહકારનું કાર્ય તેની ગતિમાં છે અને તેની નોંધ ગાંધીજીનાં લખાણોમાં અવારનવાર જોવા મળે છે. ૮ તારીખના यंग इन्डियाમાં તેઓએ પંજાબ, ગુજરાત અને આસામના દાખલા ટાંકીને તે વિગતે લખ્યું છે.   અસહકાર આંદોલન ઠીકઠીક સફળ થયું છે તે અંગેની પુષ્ટિ હવે ગાંધીજી કરી રહ્યા છે. यंग इन्डियाની નોંધમાં તેઓ લખે છે : “ખિતાબો, કાયદાની કોરટો, શાળાઓ અને ધારાસભાઓ બાબતમાં આપણે ખરે ખર ક્યાં છીએ તેની આપણને ખબર પડી ગઈ છે. હં ુ માનું છુ ં કે અસહકારીઓને એટલો તો સંતોષ થયો છે કે આ સંસ્થાઓએ એમની પહે લાંની પ્રતિષ્ઠા ગુમાવી છે.” [ગાં. અ. ૨૦ : ૧૭૩]. અસહકાર સાથે તેઓનાં અન્ય કાર્યો નિયમિત રીતે ચાલી રહ્યાં છે અને તે તરફ તેઓની સતત દૃષ્ટિ છે. नवजीवनમાં ‘મજૂ રોને ઠપકો’ નામે પ્રકાશિત થયેલા ભાષણમાં મજૂ રોએ ઈદના તહે વારની રજા બે દિવસના બદલે ત્રણ દિવસ પાળી, જ ેને લઈને ગાંધીજીએ મજૂ રોને સખત ઠપકો આપ્યો હતો. રાષ્ટ્રીય સ્તરે ગાંધીજીની હિલચાલ હોવા છતાં તેઓએ તહે વારની એક રજાને લઈને મજૂ રોને કહ્યું : “મજૂ રો આજ ે કામ પર ચડ્યા નથી. તેઓ મિલોમાં ગયા અને ચાલ્યા આવ્યા. આમ કરીને હિં દુમુસલમાન મજૂ રોએ પોતાનું નાક કાપ્યું છે, અનસૂયાબહે નનું નાક કાપ્યું છે, બૅંકરનું નાક કાપ્યું છે.” [ગાં. અ. ૨૦ : ૧૯૫].   અસહકારની પ્રવૃત્તિ જોરશોરથી ચાલી રહી છે... સાથે ટિળક સ્વરાજ ફાળો ઉઘરાવવાનું કાર્ય પણ તેમના શિરે છે. તેમનું સાહિત્ય તો હં મેશ મુજબ नवजीवन અને यंग इन्डियाના પાને ઊતરી રહ્યું છે. ‘ગરીબોનો વાલી’ નામના લેખમાં તેઓ આસામના ચાના મજૂ રોની વ્યથાનું ચિત્ર આલેખતાં પોતાની સેવાકીય મર્યાદા વિશે લખે છે : “મારી લાચારીનું ભાન મને વધુ દુઃખદાયી તો એ કારણે છે કે કંઈ ને કંઈ કારણસર મજૂ રવર્ગ એમ માનતો થઈ ગયો છે કે જ્યારે જ્યારે અને જ્યાં ક્યાંયે તેઓ દુઃખમાં હશે ત્યારે હં ુ તેમની પડખે ઊભો જ હોઈશ. આવા મોટા ભાગના દાખલાઓમાં હં ુ તેમને મારી સાચા દિલની પ્રાર્થના અને સહાનુભૂતિ સિવાય બીજુ ં કશું ભાગ્યે જ મોકલી શકું છુ ં એ મારી લાચારીનું મને પૂરેપૂરું ભાન છે. અંતરાત્મા દરે ક ઠેકાણે ઊડીને પહોંચવા ઉત્સુક છે, પણ શરીર અસમર્થ છે.”

૧૯૨૧ જૂ ન

200

૧ ભરૂચ : ખિલાફત પરિષદમાં અને રાજકીય પરિષદ (ચાલુ)માં હાજર.  વેજલપોર : અંત્યજ પરિષદમાં માનપત્ર, સમય રાતના દસ, સ્થળ

લીંબડા ચોક, પ્રમુખ વલ્લભભાઈ. ૨ ભરૂચ.  હાંસોટ.  સજોદ.  અંકલેશ્વર. ૩ ભરૂચ : ખિલાફત પરિષદમાં [ જૂન ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


પ્રવચન, સમય સાંજ.  ટિળક સ્વરાજ ફાળામાં, ગુજરાતનો હિસ્સો કેવી રીતે ઉઘરાવવો એ વિશે કાર્યકરો સાથે ચર્ચા.  વાગરા.  આમોદ.  જંબુસર.  ભરૂચ. ૪થી ૭ અમદાવાદ. ૮ અમદાવાદ : વકીલોની સભા, પ્રૅક્ટિસ છોડવા ભલામણ.  મિલમાલિકોની સભા, ટિળક સ્વરાજ ફાળા માટે.  સરખેજ,  સાણંદ : સભાઓ. ૯ અમદાવાદ.  સાણંદ : સ્ત્રીઓની સભા હતી પણ બહુ ગરબડ થવાથી ભરાઈ નહીં. વીરમગામ : ઉતારો ચંદુલાલ મણિલાલને ત્યાં.  સ્ત્રીઓની સભા, સ્થળ શ્રાવકની વાડી.  જાહે ર સભા, ભરવાડી દરવાજ ે મંડપમાં.  વઢવાણ કૅ મ્પ, વઢવાણ  શહે ર : સભાઓ. ૧૦ વઢવાણ શહે ર : માનપત્ર અને થેલી.  અમદાવાદ. ૧૧ અમદાવાદ. ૧૨ પાટણ : સ્ત્રીઓની સભા.  અમદાવાદ : મહં મદઅલીના ભાષણમાં પ્રમુખપદે, સમય રાતના સાડા નવ, સ્થળ ‘સેવાશ્રમ’. ૧૩ અમદાવાદ. ૧૪ મુંબઈ : વર્કિંગ કમિટી તથા ઑ. ઇ. કૉં. ક.ની બેઠકોમાં હાજર. ૧૫ મુંબઈ : ઘાટકોપરમાં સત્કાર સભા.  ૧૪મીમાં જણાવેલી બેઠકોમાં હાજર.  સેન્ટ્રલ ખિલાફત કમિટીની બેઠકમાં હાજર.

૬થી ૧૭ મુંબઈ. ૧ ૧૮ મુંબઈ : પારસી સેન્ટ્રલ ઍસોસિયેશનની કાઉન્સિલની સભામાં સત્કાર અને ભાષણ. ૧૯ મુંબઈ : નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાને મળવા ગયા, સમય બપોર, સ્થળ વાંદરા.  વીલેપારલેમાં સભા, માનપત્ર અને ભાષણ. ૨૦ [મુંબઈ]. ૨૧ મુંબઈ : હિં દ મહિલા સમાજ તરફથી ચાલતા રેં ટિયા વર્ગની મુલાકાત.  સ્ત્રીઓની સભા.  સુરતી મહાયાવંશી કોમની સભામાં હાજર, સમય રાતના સાડા નવ, સ્થળ કરીમભાઈ કામગાર સમાજ હૉલ, પરે લ. ૨૨ મુંબઈ : લોકમાન્ય ટિળક કન્યાશાળા ખુલ્લી મૂકી, સ્થળ સૅંડહર્સ્ટ રોડ. ૨૩ (મુંબઈ). ૨૪ મુંબઈ. ૨૫ મુંબઈ : શિક્ષકોની જાહે ર સભામાં ભાષણ, સ્થળ કચ્છી દશા ઓસવાળ જ ૈન મહાજન વાડી.  ભાવસાર કોમ તરફથી થેલી, સ્થળ કાનજી ખેતશીની વાડી. ૨૬ મુંબઈ : સાંતાક્રૂઝ તથા માંડવીમાં સભાઓ. ૨૭થી ૨૯ મુંબઈ. ૩૦ મુંબઈ : અનેક સંસ્થાઓની મુલાકાત; એમણે ઉઘરાવેલાં નાણાં સ્વીકાર્યાં અને પ્રસંગોચિત્ પ્રવચન કર્યાં. 

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨1]

201


મહે નત, મૃત્યુ અને માંદગી… જિતેન્દ્ર દેસાઈ ટૉલ્સ્ટૉય ચિરં જીવ સાહિત્ય લખી ગયા અને તેમાંથી સારું એવું ગુજરાતી ભાષામાં અનુવાદિત થયું છે. ટૉલ્સ્ટૉયની ૨૩ વાર્તાઓ એ રીતે જિતેન્દ્ર દેસાઈની કલમે સુંદર રીતે ગુજરાતીમાં ઉપલબ્ધ થઈ શકી છે. આ એકેએક વાર્તા જીવનનો બોધપાઠ આપે છે અને મહે નત, મૃત્યુ અને માંદગી વાર્તા કોરોના સમયનું ભાથું બને એમ છે. …

દક્ષિણ અમેરિકાના આદિવાસીઓની આ અને સો વરસ પૂરાં થતાં મરી જતો. ત્રીજુ ,ં એક દંતકથા છે : સૃષ્ટિનું સર્જન કરી ભગવાને માણસજાતનું સર્જન કર્યું અને તેને સૃષ્ટિ પર વસવાટ આપ્યો. તે વખતના માણસને આજની જ ેમ જીવવા માટે મહે નત કરવી પડતી નહોતી. ટાઢતાપની તેના પર કશી અસર થતી નહોતી અને તેથી તેને રહે વા માટે ઘર બાંધવાની તથા પહે રવા-ઓઢવા માટેનું કપડુ ં બનાવવા કપાસ ઉગાડવાની કે કાંતવા-વણવાની મહે નત કરવી પડતી નહોતી. એટલું જ નહીં, તેને ખાવાપીવાની પણ જરૂર પડતી નહોતી! એટલે અનાજ ઉગાડવા માટે મહે નત કરવાનો પણ સવાલ નહોતો. બીજુ ,ં તેને મૃત્યુનો ડર નહોતો; કારણ, દરે ક માણસ પૂરાં સો વરસ જીવતો

p. 424 | 4.75" x 7" | ૱ 150

202

માણસને કોઈ પણ જાતની માંદગીનો ડર નહોતો; કારણ, માંદગી શું છે તે કોઈ જાણતું સુધ્ધાં નહોતું. ભગવાનને એમ હતું કે મહે નત, મૃત્યુ ને માંદગી એ ત્રણેથી મુક્ત એવો માણસ સૃષ્ટિ પર સુખી જીવન જીવી શકશે. પણ તેની યોજના અને ધારણા ખોટી પડી. થોડાક વખત પછી જ્યારે ભગવાન સૃષ્ટિ પર વસાવેલી માણસજાત કેવાક સુખમાં દિવસો વિતાવે છે તે જોવા આવ્યા, ત્યારે તેમણે જોયું કે માણસો ભેગા મળીને સંપથી સુખી જીવન જીવવાને બદલે અંદર અંદર ઝઘડા કરતા થઈ ગયા છે, સ્વાર્થી બની ગયા છે. પરિણામે ‘આ તે કંઈ જિંદગી છે?’ એમ કહી જિંદગી તરફ કંટાળો બતાવે છે અને જિંદગીને શાપરૂપ માને છે. ‘આનું કારણ તેમને જ ે સગવડવાળું જીવન આપ્યું છે તે છે — તેને લીધે જ તેઓ સ્વાર્થી થઈ ગયા છે અને અંદર અંદર ઝઘડા કરતા થઈ ગયા છે,’ ભગવાને વિચાર્યું. અને આ પરિસ્થિતિ બદલવા માટે તેમણે એવી ગોઠવણ કરી કે મહે નત કર્યા વગર જીવવું અશક્ય થઈ જાય. તેની ગોઠવણ પ્રમાણે હવે માણસને ખાવાપીવાની જરૂર પડવા લાગી. ટાઢતાપથી નિર્ભય બની ફરનાર માણસને હવે ટાઢતાપ [ જૂન ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


અસર કરવા લાગ્યાં. હવે માણસને ખાવાપીવા માટે ફળો ભેગાં કરવાની તથા અનાજ ઉગાડવાની જરૂર પડી. ટાઢતાપથી બચવા માટે તેને ઘર બાંધવાની તથા કપડાંની જરૂર પડી. આમ મહે નત કર્યા સિવાય જીવવું અશક્ય બની ગયું. ભગવાનને એમ હતું કે, ‘મહે નત માણસોને ભેગા રાખશે. ખાવા માટે ફળ ભેગાં કરવાનું કામ, વાવણી તથા લણણીનું કામ, ઘર બાંધવા માટે લાકડાં કાપવાનું, ઘડવાનું તથા ખસેડવાનું કામ માણસ એકલે હાથે થોડો જ કરી શકવાનો છે? તેથી તેઓ પરસ્પર મદદ કરવાનું શીખશે ને એ રીતે ભેગા થઈ હળીમળીને આનંદથી રહે શે.’ તેની આ ધારણાય ખોટી પડી. થોડા સમય બાદ લોકો મહે નત કરી કેવાક આનંદથી રહે છે તે જોવા નીકળ્યા તો જોયું કે પરિસ્થિતિ પહે લાં કરતાં વધારે બગડી ગઈ છે. તેણે કરે લી ગોઠવણ પ્રમાણે મહે નત કરવા માટે એકબીજાના સહકાર વગર જીવવું અશક્ય હતું તે છતાં બધા માણસો ભેગા મળીને નહોતા રહે તા. તેઓ નાની નાની ટોળીઓમાં વહેં ચાઈ ગયા હતા અને દરે ક ટોળી બીજી ટોળીએ મહે નતથી તૈયાર કરે લો માલ પચાવી પાડવા પ્રયત્ન કરતી હતી. એટલું જ નહીં, પણ તેઓ એકબીજાના કામમાં આડખીલી નાખવાનું પણ શીખી ગયા હતા અને પરિણામે ઊભી થતી તકરારોમાં દરે ક ટોળી સમય અને શક્તિ વેડફી મારતી હતી. પરિસ્થિતિ સુધારવા ભગવાને રસ્તો લીધો. અત્યાર સુધી દરે ક માણસ પૂરાં સો વરસ જીવતો અને સો વરસ જ ે દિવસે પૂરાં થાય તે દિવસે જ તે મરશે એવી તેને ખાતરી

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨1]

હતી. હવે ભગવાને એવી ગોઠવણ કરી કે કોઈ પણ માણસ કોઈ પણ કાળે મરી જઈ શકે. આકાશવાણી મારફત તેની જાહે રાત પણ કરી દેવામાં આવી. ભગવાનને હતું, ‘ગમે તે પળે માણસ મરી જઈ શકે છે એ જાણ્યા પછી હવે તેઓ ક્ષણભંગુર જિંદગીનો લાભ મેળવવા માટે કીમતી સમય નહીં બગાડે અને પરિણામે સુખી થશે.’ પણ પરિણામ ધાર્યા કરતાં ઊલટુ ં જ આવ્યું. સશક્ત અને બળિયા માણસો માથાભારે થઈ ગયા. તેમણે નબળાઓને મારી નાખવાની ધમકી આપી. તેમની પાસે પોતાનાં અને પોતાના કુ ટુબ ં નાં કામ કરાવવા માંડ્યાં. નબળાઓને ડરાવવા કેટલાક નબળા માણસોને મારી પણ નાખ્યા! બળિયાના બે ભાગને ન્યાયે તેઓ પોતાનાં કામ નબળા માણસો પાસે કરાવી આરામ કરી કરી એદી બનતા ગયા, જ્યારે બીજી તરફ એક એવો વર્ગ ઊભો થયો જ ે કામ કરી કરીને થાકથી મરવા વાંકે જીવતો રહ્યો. બંને વર્ગ એકબીજાની નિંદા કરતા થઈ ગયા. આમ, માનવજીવન પહે લાં હતું તેના કરતાંય વધારે દુઃખી બની ગયું. આ દુખદ પરિસ્થિતિ સુધારી માણસજાતને સુખી કરવા ભગવાને છેલ્લું શસ્ત્ર અજમાવ્યું — તેમણે દરે ક જાતના રોગ અને માંદગીનાં દ્વાર દુનિયા માટે ખોલી નાખ્યાં. ‘માંદગી કે રોગ તો ગમે તેવા બળિયાને કે સશક્તને પણ પોતાના ખપ્પરમાં લઈ લે, એટલે હવે બળિયાના બે ભાગ માનનારા બળિયા માણસો પણ નબળાને મદદ કરશે; કારણ, હવે દરે કને માંદગીનો કે રોગ લાગુ પડવાનો ભય રહે શે તેથી દરે ક જણ માંદગીને સમયે એકબીજાને મદદ કરશે; કારણ, માંદગી 203


ત્રણે શસ્ત્રો ભગવાને માણસોને સુખી અને સંપીલા બનાવવા માટે વાપર્યાં પણ તેનાથી માણસો સુખીને બદલે દુઃખી જ થતા ગયા. ‘હં ુ આમને સંપીલા તથા એક જોવા, સુખી કરવા, આટઆટલું કરું છુ ં છતાંય જો તેઓ તેમનું હિત શેમાં છે તે સમજી શકતા નથી તો પછી તેઓ જીવે છે તેવું જ જીવન તેમને જીવવા દો — દુઃખી થવા દો’ આમ વિચારી માણસોને સુખી થવાનું તેમની જાત પર છોડી દઈ ભગવાન ચાલ્યા ગયા. આમ, માણસને તેની જાત પર છોડી દીધા પછી, માણસે સુખી થવું જોઈએ અને જો બધા સંપીને એક થઈ રહે તો તેઓ સુખી થઈ શકે એ સમજતાં માણસને ઘણી વાર લાગી. છેલ્લાં કેટલાંક વરસોથી જ તેમનામાંના થોડા સાચી વાત સમજ્યા છે : જ ેણે જીવવું હોય તેણે મહે નત કરવી જ જોઈએ. મહે નતથી ડરવું ન જોઈએ અને મહે નત એ સમાજના એક ભાગ માટેની વેઠ ન થઈ જવી જોઈએ. મહે નત બધાને એક કરનારી વસ્તુ છે. મૃત્યુની તલવાર દરે કને માથે લટકે છે. તેથી દરે ક માણસે તેને ભાગે આવતાં જિંદગીનાં વરસો, મહિના, દિવસ કે કલાક અને મિનિટેમિનિટનો ઉપયોગ માણસજાતની એકતા માટે, માનવપ્રેમ માટે કરવો જોઈએ. માંદગી માણસને એકબીજાથી જુ દા પાડનાર નહીં પણ એકબીજાને ભેગા કરનારી — એક માણસને બીજા માણસની સેવા કરવાની તક આપનારી અને એ રીતે તેમને જોડનારી વસ્તુ મનાવી જોઈએ.

તો ગમે તેને આવે. માંદગીમાં બીજાની જરૂર બધાને પડે અને પોતે બીજાને મદદ ન કરી હોય તો પછી તેવાને કોણ મદદ કરે ?’ આવું વિચારી, માંદગીથી લોકો એક થઈ સંપીને રહે શે એમ વિચારી ભગવાન ચાલ્યા ગયા. થોડા સમય બાદ ભગવાન, માનવજાતને એક અને સુખી કરવા માટે માંદગીના શસ્ત્રે કેવું કામ કર્યું છે તે જોવા આવ્યા. ત્યારે તેમણે જોયું કે લોકોને એક કરશે એમ ધારીને અજમાવેલા માંદગીના શસ્ત્રે જ લોકોને પહે લાં કદી નહોતા તેટલા દુઃખી કરી મૂક્યા હતા. બીજા પાસે કામ કરાવી શકે તેવા બળિયા માણસોએ નબળા માણસોને માંદગી સમયે પોતાની ચાકરી કરવાની પણ ફરજ પાડી હતી અને જ્યારે નબળા માણસો માંદા પડતા ત્યારે તેમને મદદ કરવાની તેમણે પરવા સુધ્ધાં કરી નહીં. નબળાઓ બળિયાની સારવાર કરી એવા થાકીને કંટાળી જવા લાગ્યા કે પોતાની તબિયતની કાળજી લઈ શક્યા નહીં. પોતાના આનંદપ્રમોદમાં દખલ કે ખલેલ ન થાય તેટલા માટે એવા નબળા અને માંદાઓ માટે બળિયાઓએ તેમનાં ઘરોથી દૂર, જ્યાં ભાગ્યે જ કોઈ તેમને આશ્વાસનના બે શબ્દ કહે વા જાય, ત્યાં જુ દાં મકાન બનાવ્યાં. ત્યાં નબળા દરદીઓ સડ્યા કે મર્યા કરે તેની કોઈને પરવા ન હતી. ત્યાં પગારદાર માણસો કોઈ પણ જાતની ભાવના વગર — અને કદાચ ઘૃણા રાખીને — તેમની ચાકરી કરતા. વધુમાં કેટલાક રોગોને ચેપી રોગ ઠરાવી તેવા રોગ થનારને જ નહીં, પણ તેની સેવાચાકરી કરનારને પણ તેઓએ પોતાનાથી દૂરના સ્થળે રાખ્યા. આમ મહે નત, મૃત્યુ અને માંદગી — એમ

[ટૉલ્સ્ટૉયની 23 વાર્તાઓમાંથી] 

204

[ જૂન ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… લવાજમ માટે નવજીવન ટ્રસ્ટ / Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. 

તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ / Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત

વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (એક્સ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહેલા તેમના સરનામે પહોંચી શકે.

ગાંધી અને કળા વિશેષાંક છૂટક કિંમત _ 15

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૨1]

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

205


કાકાસાહે બ કાલેલકરના આ પુસ્તકો ઈબુક સ્વરૂપે વાંચો www.e-shabda.com For information: email to apurva.ashar@gmail.com

નવજીવનનો અક્ષરદેહ ઑનલાઇન વાંચી શકાય છે

206

https://issuu.com/navajivantrust

[ જૂન ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


નવજીવન

આવકારે છે …

બાળકથી લઈને વૃદ્ધ ઉપવાસીથી લઈને આહારી વટેમાર્ગુથી લઈને વિશિષ્ટ સ્થળના મુલાકાતી અને ગાંધીજીમાં રસ ધરાવનાર સૌ દેશવાસી-વિદેશનિવાસીને આમંત્રે છે. . . નવજીવન મંગળવારથી શુક્રવાર, બપોરના 12 : ૦0થી રાત્રિના 7 : 00 શનિવાર અને રવિવાર, બપોરના 12 : ૦0થી રાત્રિના 9 : 00 • દેશભરના કલાકારોને પોતાની કલાકૃ તિના પ્રદર્શન માટે વિશાળ

સ્પેસ અને આદર્શ પ્રકાશવ્યવસ્થા પૂરું પાડતું પ્લૅટફૉર્મ એટલે સત્ય આર્ટ ગૅલેરી

• યુવાનોને ગાંધીવિચાર સાથે જોડતું એસ્થેટિક સ્થાન એટલે કર્મ

કાફે

• ગાંધીજી અંગે વાંચવા-વિચારવા-ચર્ચવા ને ગાંધીસાહિત્ય ખરીદવા

માટેનો મુક્ત માહોલ એટલે કર્મ કાફે

• લેખકો, કવિઓ, સાહિત્યકારો, કર્મશીલોને કલા, સાહિત્ય, સાંપ્રત

મુદ્ દે ચર્ચાવિચારણા કરવા માટેનું મોકળું મેદાન એટલે કર્મ કાફે

• મિત્રમિલન હોય કે પારિવારિક-સામાજિક મેળાવડો, ખુલ્લા

આકાશ હે ઠળ શનિ અને રવિ સાત્ત્વિક ભોજનનો આનંદ આપતી ગાંધીથાળી જમવાનું ઠેકાણું એટલે કર્મ કાફે

• નવજીવનની વિકાસવાર્તાની મહત્ત્વની તારીખ અને તવારીખ

રજૂ કરતું માણવાલાયક સ્થળ એટલે નવજીવન મ્યુઝિયમ

ÏÑÜàÝ”ÑÜÏÜÏÜÜØ ÃÜíÜ¢íÜÃÜÃÜß ÏÜ÷¶íÜÆÜâ±ÜÚ ™ÜüÃÜÜÃÜß ´ÜÜÓ៚ †ÃÜå ´ÜíÜÜÓ៚ 207

ÃÜíÜ¢íÜÃÜ †ÃÜå ÑÜØÄÜ ‡ÝòÑÜÜ †Ü ÏÜïÜßÃÜ ÆÜÓ “ÆÜÜ´ÜÜØ.


મરણભય...

208


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.