Navajivanno Akshardeh February 2020

Page 1

વર્ષૹ ૦૯ અંકૹ ૦૨ સળંગ અંકૹ  ૯૪ • ફે બ્રુઆરી ૨૦૨૧

છૂ ટક કિંમત ઃ _ ૧૫


વર્ષૹ ૦૯ અંકૹ ૦૨ સળંગ અંકૹ  ૯૪ • ફે બ્રુઆરી ૨૦૨૧ છૂ ટક કિંમત ઃ _ ૧૫ તંત્રી

 નવજીવન સાંપ્રત. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ત. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .સં સંપા. ��� ા. ��� ૩૯

સંપાદક

૧. “ઘેલા સ્વપ્નને સિદ્ધ કેમ કર્યુ તેની આ કથા છે.” મનુભાઈ પંચોળી ‘દર્શક’ ��� ‘દર્શક’ ��� ૪૫

વિવેક દેસાઈ કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર આવરણ ૧

નવજીવન સાંપ્રત હે ઠળ પ્રકાશિત પુસ્તકોનાં મુખપૃષ્ઠ આવરણ ૪

રાજાની આણ કે રામની? [नवजीवन : ૨૭-૦૩-૧૯૨૧ ]

વાર્ષિક લવાજમ ઃ _ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં) લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

૨. પરમપ્રિય પંખી. . . . . . . . . . . . . . . . . . . . ી. . . . . . . . . . . . . . . . . . . . લાલસિં લાલસિંહ રાઓલ ��� રાઓલ ��� ૪૮ ૩. ‘...બધા પંથમાં છે પ્રવાસોની દુનિયા’. . . . . . . . . દુનિયા’. . . . . . . . . અપૂર્વ આશર ��� આશર ��� ૫૧ ૪. હિં દુસ્તાનમાં અંગ્રેજ સૈન્ય-વ્યવસ્થા. . . . . . . . . . . ્ય-વ્યવસ્થા. . . . . . . . . . . કૅ પ્ટન નરે ન્દ્ર ��� દ્ર ��� ૫૪ ૫. સ્વકીય મુદ્રાવાળી હાસ્યરચનાઓ. . . . . . . હાસ્યરચનાઓ. . . . . . . રતિલાલ બોરીસાગર ��� બોરીસાગર ��� ૫૭ ૬. અવાજોની બંદિશો. . . . . . . . . . . . . . . . . . . . . શો. . . . . . . . . . . . . . . . . . . . .જનક જનક ત્રિવેદી ��� ી ��� ૬૨ ૭. વેદનાની અનુભૂતિના હસ્તાક્ષર. . . . . . . . . . . હસ્તાક્ષર. . . . . . . . . . . માધવ માધવ રામાનુજ ���� ����૬૬ ૬૬ ૮. કન્ફેશનની શરૂઆત…. . . . . . . . . . . . . . . . . . . . શરૂઆત…. . . . . . . . . . . . . . . . . . . .રામ રામ મોરી ��� મોરી ��� ૬૯ ૯. નિર્મળ દૃષ્ટિનું હાર્દિક સૌંદર્ય. . . . . . . . . . . . . . . સૌંદર્ય. . . . . . . . . . . . . . . દીપક દોશી ��� દોશી ��� ૭૨ ૦. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ૧ ચંદુલાલ ભગુભાઈ દલાલ ��� દલાલ ��� ૭૫ લવાજમ અંગે: કવર પર વાચકોનાં સરનામાંમાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૨૧)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૨૧ એ ૨૦૨૧નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. 38


નવજીવન સાંપ્રત

૨૦૧૩માં નવજીવન અંતર્ગત એક અન્ય પ્રકાશનપાંખ શરૂ કરવામાં આવી અને નામ આપવામાં આવ્યું : નવજીવન સાંપ્રત. નવજીવનનું આ સાહસ ગાંધીવિચાર સિવાયનાં અન્ય પુસ્તકોને પ્રકાશિત કરી રહ્યું છે. નવજીવન સાંપ્રતનો ઉપક્રમ ગાંધીસાહિત્યના પ્રચાર-પ્રસાર કરતાં નવજીવનના મૂળ કાર્યને અસર પહોંચાડ્યા વિના અન્ય પ્રકાશનોને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. નવજીવનનો મુખ્ય ઉદ્દેશ ગાંધીસાહિત્યનો પ્રચાર-પ્રસાર રહ્યો છે અને સો વર્ષથી નવજીવન એ સારી પેઠ ે કરી રહ્યું છે. ગાંધીજીલિખિત પુસ્તકો કિફાયતી દરે નવજીવન ઉપલબ્ધ કરાવી રહ્યું છે. નવજીવને તેનો વારસો અકબંધ રાખ્યો છે અને સાથે નવા યુગના સાહિત્યને પણ આવકારી રહ્યું છે. માનવજીવનના વિવિધ રં ગને દર્શાવતું પ્રચલિત સાહિત્ય ને નવજીવનના માપદંડ પર ખરું ઊતરતું હોય તે લખાણ હવે નવજીવન સાંપ્રતમાં પ્રકાશિત થાય તેવો અવકાશ ઊભો થયો છે. આ અવકાશના કારણે જ રાજ્યના વિચરતી જાતિના સમુદાય પર કાર્ય કરનારાં મિત્તલ પટેલનું પુસ્તક સરનામાં વિનાનાં માનવી નવજીવન થકી ઉપલબ્ધ થયું છે. આ પુસ્તક વિશે માધવ રામાનુજ લખે છે : “મિત્તલના મનોજગતમાં, એના વ્યક્તિત્વમાં વાત્સલ્યનું એક અતલ સરોવર લહે રાય છે. આપણા સમાજમાં, આપણી આસપાસ, આપણી નજર સામે જીવન માટે ઝૂરતા-ઝઝૂમતા એવા આ વિચરતા - વિમુક્ત સમુદાયોનો એ પરિચય કરાવે છે — સ્વજનોનો પરિચય કરાવતાં હોય એ રીતે. આમ પણ આ આપણાં સ્વજનો જ છે, વગડે રઝળતા સરનામાં વિનાનાં આ સમુદાયોને — સ્વજનોને આપણે આવકારવાનાં છે.” આ જ પ્રકારે સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્ય કરનારા ડૉ. એચ. એલ. ત્રિવેદીની જીવની સ્વાસ્થ્ય ક્ષેત્રે આણેલી ક્રાંતિનો દસ્તાવેજ છે, જ ેની સફર તેમણે તેમની આત્મકથા પુરુષાર્થ પોતાનો : પ્રસાદ પ્રભુનોમાં આલેખી છે. મનુભાઈ પંચોળી આ પુસ્તકની પ્રસ્તાવનામાં ડૉ. ત્રિવેદી વિશે લખે છે : “ડૉ. ત્રિવેદીએ કદી પાછા વળીને જોયું નથી. તેનું સ્વપ્નું ગુજરાતમાં એક એવું કિડની સંસ્થાન ઊભું કરવાનું છે, જ ેની જોડ દેશમાં ક્યાંય ન હોય — કાંઈ ઓળખાણ નથી — ભલામણ નથી — એક વાર જમીન નથી — બૅંક બૅલેન્સ નથી, અને દસ કરોડનું મકાન ને વર્ષે અરધો

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

39


કરોડ માગે તેવું સંસ્થાન ઊભું કરવાનું સ્વપ્નું છે. આ ઘેલા સ્વપ્નને સિદ્ધ કેમ કર્યું તેની આ કથા છે.” મૂળે તો આ આત્મકથા Tryst with Destiny નામે અંગ્રેજીમાં લખાઈ હતી, જ ેને ગુજરાતીમાં અનુવાદિત ડૉ. અરુણા વિ. વણીકરે કરી છે. નવજીવન સાંપ્રત અંતર્ગત પહે લાં વહે લાં પ્રકાશિત થયેલાં પુસ્તકોમાંનું એક આવું દમદાર પુસ્તક છે પુનરાગમન. આ પુસ્તકમાં સંપૂર્ણ મરીઝ સાથે વાચક રૂબરૂ થઈ શકે છે. પુસ્તકનું સંપાદન અપૂર્વ આશર દ્વારા થયું છે. પુસ્તકમાં તેના કન્ટેન્ટ સહિત તેનું ડિઝાઇનિંગ વધુ શોભે છે. આ પુસ્તક વિશે અપૂર્વભાઈ પૂર્વભૂમિકામાં લખે છે : “પરફે ક્શન કોઈ મુકામ નથી, એક રસ્તો છે જ ેના પર હં મેશાં આગળ તરફની ગતિ હોઈ શકે. શ્રી રાજ ેશ વ્યાસ ‘મિસ્કીન’ સમગ્ર મરીઝ તૈયાર કરીને એ રાહ પર ઘણા કદમ ચાલી ચૂક્યા છે. એનાથી ઉપરવટ જઈને એનાથી કંઈક ‘વધુ સારું કરી બતાવવાનો’ ઇરાદો ન હોઈ શકે એ સ્પષ્ટતાની ભાગ્યે જ જરૂર છે. પણ એ જ્યાં સુધી લઈ ગયા ત્યાંથી આગળ, મારી આવડત, નવાં ઉપકરણોની મદદથી શું કરી શકે (જ ે કંઈ નવી સામગ્રી જડી એ સંદર્ભમાં ખાસ) એ જ ચકાસવાનો આ ‘પુનરાગમન’નો આશય છે.” નવજીવનના આ સાહસના ખોળે આવાં અલભ્ય કહી શકાય તેવાં પુસ્તકો છે અને તેમાં એક અતિ મહાત્ત્વનું તે લાલસિંહ રાઓલલિખિત પંખીઓની ભાઈબંધી. પંખીઓના નજીકના અનુભવ લાલસિંહ સરળ ભાષામાં વર્ણવી શક્યા છે. પંખીઓના જીવનનાં સૂક્ષ્મ પાસાંઓની લાલસિંહની દૃષ્ટિ પુસ્તકમાં ઠેરઠેર નજરે ચઢે છે. અલભ્ય કહી શકાય એવું એક પુસ્તક અનિલ જોશીનો નિબંધસંગ્રહ સ્ટેચ્યૂ પણ છે. મરાઠી અને હિદીં ભાષામાં અનુવાદિત થઈને પરભાષીઓને પણ આકર્ષી શકનારા આ નિબંધો વિશે લેખક લખે છે : “નિબંધ એટલે વિચારોનાં હારબંધ ગોઠવેલાં ચોસલાંઓ નથી. નિબંધ એટલે તર્કનિસરણી લઈને વૃક્ષ પર ચડવાનો ઉદ્યમ નથી. નિબંધ એટલે શૈલીવેડા નથી. મારા મનમાં નિબંધનો કન્સેપ્ટ એવો છે કે વિસ્મય મને આંગળી પકડીને લઈ જાય ત્યાં હં ુ જાઉં છુ .ં ” હાલમાં જ જનક ત્રિવેદીનો નિબંધસંગ્રહ પણ પ્રકાશિત થયો છે. મારો અસબાબ નામના આ પુસ્તકની ૨૦૦૮માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રથમ આવૃત્તિ થઈ હતી. ત્યાર બાદ અપ્રકાશિત આ પુસ્તક હવે નવજીવન સાંપ્રત દ્વારા ઉપલબ્ધ થયું છે. પુસ્તકનું નિવેદન જનકભાઈના સહધર્મચારિણીએ લખ્યું છે. જનક ત્રિવેદી અને તેમનાં લખાણનો પરિચય તેમાં મળે છે. તેઓ લખે છે : “જનક મારો ઝાંઝવાંના જળ જ ેવો, ક્યારે ય મારા હાથમાં આવ્યો નહીં. આઠ દિવસે રે સ્ટમાં ઘેર આવવાની ચિઠ્ઠી ટિફિનમાં આગલા દિવસે હોય. અને અમે — હં ુ અને બાળકો બીજા દિવસે ગાડીની રાહ જોતાં રે લવેસ્ટેશને ઊભાં હોઈએ. એ નહીં — ટિફિન આવે. ચિઠ્ઠીમાં લખ્યું હોય ‘રે સ્ટ ગિવર નથી આવ્યો — રેસ્ટ સસ્પેન્ડ, હવે બીજા આઠ દિવસ’… એમ જ એ અનંત યાત્રાએ ચાલ્યો ગયો. એ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો. દિલદાર હતો. માણસ છીએ, ભૂલ તો થાય. પણ એનામાં ભૂલ સ્વીકારવાની જ ે 40

[ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ક્ષમતા હતી, બહુ જ હિં મત એનામાં હતી. શબ્દોનો ઝંઝાવાત હતો. શબ્દોનો દરિયો હતો — ખારો નહીં પણ ઊંડો — બહુ બધું કરવાની ઝંખના બાકી હતી. જ ે કંઈ લખ્યું તે કઠોર અને નક્કર.” નિબંધની જ ેમ સાહિત્યના કાવ્યપ્રકારને પ્રકાશિત કરીને નવજીવન સાંપ્રતને સમૃદ્ધિ મળી હોય તેવું પુસ્તક છે માધવ રામાનુજનું અંતરનું એકાંત. તળપદા ભાવવિશ્વનો નાગરી નાતો એટલે માધવ રામાનુજની કવિતા એમ પૂર્વભૂમિકાનું મથાળું બાંધીને રઘુવીર ચૌધરી લખે છે : “ગામમાં જન્મ્યા, કુ દરતના ખોળે ઊછર્યા, તળપદી ભાષા અને જાનપદી લાગણીઓ સાથે નગરમાં આવ્યા, જૂ ની-નવી પરિસ્થિતિઓએ યુવામનઃસ્થિતિમાં આધુનિક સંવેદનાનાં સંચલનો જગવ્યાં, એવા કવિઓમાંના એક છે માધવ રામાનુજ, રાવજીના ઘરાનાના. … માધવની કવિતામાં સંદિગ્ધતા નથી, સુરેખતા છે. નગરના મંચ પરથી પોતે કોને કવિતા કહે છે એની જાણ છે તેથી એ વધુમાં ભાવકો સુધી પહોંચનારા કવિઓમાંના એક છે. ઓછુ ં લખીને ભાવકોને વધુ આનંદ આપ્યો છે.” નવજીવન સાંપ્રતમાં અલગ-અલગ પ્રકારનાં પુસ્તકો થયાં છે. તેમાં એક છે હાસ્યકૉલમને સંગ્રહિત કરીને થયેલું શિલ્પા દેસાઈલિખિત પુસ્તક ત્યારે લખીશું શું? આ પુસ્તકની પ્રસ્તાવના રતિલાલ બોરીસાગરે બાંધી આપી છે. તેઓ શિલ્પાબહે નના હાસ્યક્ષેત્રના પ્રવેશ વિશે લખે છે : “વિનોદ ભટ્ટે સર્જનકાર્યનો પ્રારં ભ કરુણરસની વાર્તાઓથી કર્યો હતો. જૂ ની પેઢીના ગણનાપાત્ર હાસ્યલેખક જદુરાય ખંધેડિયાએ એમને હાસ્યલેખન તરફ વાળ્યા હતા. આ લખનારે પણ ટૂ કં ી વાર્તાના લેખક તરીકે સ્થાપિત થવાનો મનોરથ સેવી પ્રારં ભમાં ગંભીર — મોટે ભાગે કરુણરસની — વાર્તાઓ લખી હતી, પણ ‘ચાંદની’ (સં. અશોક હર્ષ) અને ‘આરામ’ (સં. પીતાંબર પટેલ)માં છપાયેલી મારી હાસ્યરચનાઓ વાંચી હાસ્યકાર, વાર્તાકાર, વિવેચક ને ચિંતક એવા સ્વ. રમણલાલ પાઠકે મને હાસ્યસાહિત્યના ક્ષેત્રે જ કામ કરવાની સલાહ આપી હતી; જ ેનો મેં થોડો મોડો અમલ કર્યો. આ પુસ્તકમાં લેખિકામાં હાસ્યલેખનની શક્તિ છે તે આપણા સમર્થ હાસ્યલેખક બકુલ ત્રિપાઠીએ શોધી કાઢેલું. બકુલભાઈમાં પરં પરાથી ફં ટાઈને અલગ પ્રકારની ‘નિર્બંધિકા’ સર્જવાની શક્તિ છે તે વરિષ્ઠ પત્રકાર સ્વ. નિરુ દેસાઈએ શોધી કાઢ્યું હતું! ‘ગૂજરાત વિદ્યાપીઠ’માં પત્રકારત્વના અભ્યાસસમયે જાણીતા ફિલ્મ અભિનેતા સંજય દત્તને AK47 મામલે સજા થયેલી એના અનુસંધાને કોર્સ-કોઑર્ડિનેટર સ્વ. બકુલ ત્રિપાઠીએ સંજય દત્તની કાલ્પનિક મુલાકાત લખવા આપેલી. લેખિકાએ તો ઘણી ગંભીરતાથી એ ‘મુલાકાત’ વર્ણવેલી, પણ એમાં રહે લા હાસ્યના બૌદ્ધિક ચમકારાથી પ્રભાવિત થઈને બકુલ ત્રિપાઠીએ એ લેખનને હળવી શ્રેણીના લેખન તરીકે પ્રમાણ્યું હતું. હાસ્યલેખન તરફ વાળવા માટેનો આ પહે લો ધક્કો! આ કારણે હાસ્યલેખનની પોતાની શક્તિનો લેખિકાને અહે સાસ થયો.” શિલ્પા દેસાઈલિખિત પત્રનવલકથા @પોસ્ટ… લાગણીની અક્ષરયાત્રાનું પ્રકાશન પણ નવજીવન સાંપ્રત અંતર્ગત થયું છે. યુવા લેખક રામ મોરીનું પુસ્તક કન્ફે શન બૉક્સ ૨૦૨૦માં પ્રકાશિત થયું છે. અનુભૂતિની

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

41


તીવ્રતાને શબ્દોમાં ઉતારતા રામ મોરી ગુજરાતી વાર્તાજગતનું બળૂકું નામ છે અને તેઓ પુસ્તકમાં ‘કન્ફેશનની શરૂઆત…’માં લખે છે : “આપણી આસપાસ જિવાતા સંબંધોની એવી ઘણી વાતો મેં બહુ નજીકથી જોઈ અને અનુભવી કે જ ેના વિશે મને સતત થતું કે આની વાત થવી જોઈએ. આ બાબત પર ખૂલીને વિચારો પ્રગટ થવા જોઈએ. દીવા જ ેવી સ્પષ્ટ નારાજગી આપણે હથેળી ઢાંકી રાખીએ તો સરવાળે તો આપણી હથેળી જ દાઝવાની છે એટલી સમજ આપણને પડતી હોવા છતાં આપણે એ મૂંઝારો કે અકળામણ એકબીજા સાથે વહેં ચતા નથી. સાચવવા પડે તો એ સંબંધ નથી જ એટલી સ્પષ્ટતા કદાચ આપણા મનમાં સ્પષ્ટ નથી થઈ. ઘડિયાળના કાંટ ે દોડતા જીવનમાં આપણને અભાવો સંતાડતાં આવડી ગયું છે પણ એ અભાવો પછી ગળામાં ડૂ મો બનીને સ્થિર રહે છે, છાતીમાં સમયાંતરે સતત ચચર્યા કરે છે એને દબાવી નથી શકાતા. આપણી વાતો વ્યક્ત કરવામાં આપણે સામાવાળાનો એટલો બધો વિચાર કરીએ છીએ કે આપણે આપણી અંદર ધરબાયેલી વાતોનો વિચાર જ ભૂલી જઈએ છીએ.” વિચારઅનુભૂતિનું દસ્તાવેજીકરણ જ ેમ નવજીવન સાંપ્રતમાં થયું છે તેવી જ રીતે હાલમાં પ્રકાશિત થયેલું પુસ્તક બનારસ ડાયરીમાં બનારસને તસવીરકાર વિવેક દેસાઈએ છબીમાં ઝીલ્યું છે. તસવીર અને શબ્દ દ્વારા આ પુસ્તક બનારસથી રૂબરૂ કરાવે છે. સામાન્ય રીતે તસવીરકાર દૃશ્યજગતને છબીમાં લાવ્યા પછી તે છબીની અનુભૂતિને શબ્દોમાં લાવી શકતા નથી. પરં તુ અહીંયાં તસવીરકાર-લેખક વિવેક દેસાઈ બનારસની તીવ્ર અનુભૂતિ અને સૂક્ષ્મ નિરીક્ષણ સહજ ભાવે આ પુસ્તકમાં ઉતારી શક્યા છે. ગુજરાતીમાં છબી-શબ્દના દસ્તાવેજ સમું આવું પુસ્તક પહે લું વહે લું હોવું જોઈએ. બનારસ ડાયરી પુસ્તક સ્વરૂપે આકાર લે તે અગાઉ ‘નવનીત સમર્પણ’ સામયિકમાં તે તબક્કાવાર પ્રકાશિત થઈ હતી. ડાયરીના પહે લા વાચકોમાંના એક રહે લા ‘નવનીત સમર્પણ’ના સંપાદક દીપક દોશીએ ‘નિર્મળ દૃષ્ટિનું હાર્દિક સૌંદર્ય’ એ મથાળે પુસ્તક વિશે લખ્યું છે. તેઓ લખે છે : “કેટકેટલાં મનુષ્ય અને સ્થળની બાહ્ય-અભ્યંતર છબી એમણે ઝીલી છે! જ ેની આંખોમાં ગંગાનાં પવિત્ર નીર સમાં આંસુ જોયાં હતાં એ રિક્ષાવાળો શંકર, ઘાટ ઉપર દીપક વેચતો ભોલુ, ચાવાળો સાહિબ, માતૃહૃદયા ગિરિજાદેવી, પંડિત કિશન મહારાજ, ઉસ્તાદ બિસ્મિલ્લાખાં, ૯૪ વર્ષના પહે લવાન રામુચાચા, રઘુવીર સિંઘ અને સત્યજિત રે ની નિકટતા ધરાવતા ગોલુચાચા, અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં હિં દુઇઝમ ભણાવતી Anna, મૃતકોના ફોટોગ્રાફર કિશન, ઇઝરાયલથી આવેલી અને ભારતીય સંસ્કૃતિના ગાઢ પ્રેમમાં પડેલી Yael, નાગાબાવા અખાડાના ગુરુજી પ્રાણગિરિસ્વામી, અઘોરીબાવા જટાયુ, સ્પેઇનનિવાસી વાનેસા, ‘શ્રી કાફે ’ના સંતોષકુ માર, ગંગાઆરતી કરતો હનુમાન ઉર્ફે અનવર, શેકેલી શીંગ વેચતો સર્વેશ તિવારી. એમના લેખનમાં માહિતી ઓગળીને ભાવજગતમાં પરિણત થાય છે.” કૅ પ્ટન નરે ન્દ્રની પરિક્રમા નવલકથા પણ એક અમૂલ્ય પુસ્તક છે. આ પુસ્તક વિશે જયંત મેઘાણીએ ‘નિરાળી દેશાવરકથા’થી તેની પૂર્વભૂમિકા રજૂ કરી છે. જયંતભાઈ લખે 42

[ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


છે : “ઇતિહાસમાંથી વીણેલી સામગ્રી પર ગૂંથણ-કસબ કરી જાણનાર આપણા સમર્થ લેખકોની કલમકારીને અનુસરતી એક લેખિનીનો પરિચય આ નવલકથા કરાવશે. ઇતિહાસગ્રંથો અને સંગ્રહાલયોએ સાચવેલી દસ્તાવેજી સામગ્રી આ નવલકથાનું સંગીન પીઠબળ છે. અનેક હકીકતો ને દસ્તાવેજોની તપાસ કૅ પ્ટન નરે ન્દ્રએ કુ શળ પુરાતત્ત્વવિદની અદાથી કરી છે. હકીકતોના અંકોડાઓ મેળવવા માટે એક વિદ્વાનને છાજ ે એવી ઝીણી તપાસ કરી છે, વ્યક્તિઓની મુલાકાત લીધી છે. આ બધા સરં જામમાં કલ્પનાજુ ક્તિઓ ભળે ત્યારે એક અસાધારણ કથારૂપ આકાર લે છે.” ધીરુભાઈ મહે તાલિખિત ગાંધીજન તો એને રે કહીએ… અને દેશદર્શન માર્ગદર્શન પુસ્તકો પણ નવજીવન સાંપ્રતમાં થયાં છે. ગાંધીજન તો એને રે કહીએ…’ પુસ્તકની અનુક્રમથી જ તેની વિષયસમૃદ્ધિને જાણી શકીએ. ગાંધીયુગના ઋષિ, જયપ્રકાશ નારાયણ — અનોખું વ્યક્તિત્વ, ગાંધીજીના પગલે પ્રભાવતીદેવી… આવા લેખોથી લેખકે મહાનુભવો પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરે લો દેખાશે અને વાચક તેમાંથી પ્રેરણા પણ મેળવી શકશે. ગ્રામીણ પત્રકારત્વ ક્ષેત્રે પાયાનું કાર્ય કરનારા મણિલાલ એમ. પટેલલિખિત ગ્રામીણ વિકાસના ચાર સ્તંભ પુસ્તક પણ નવજીવનના આ સાહસ હે ઠળ પ્રકાશિત થયું છે. ગ્રામીણ પત્રકારત્વના લેખોનો આ સંગ્રહ છે. મણિલાલ ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવે છે અને શહે રમાં વસવાટ કર્યા છતાં તેમણે ગ્રામીણ ક્ષેત્રમાં કામ અવિરત રાખ્યું. ગ્રામીણ ક્ષેત્રના બહોળો અનુભવ વાચકો તેમના આ પુસ્તકમાં અનુભવશે. આ ઉપરાંત મણિલાલ એમ. પટેલનું પ્રજાજીવનના પ્રવાહો પુસ્તક પણ પ્રકાશિત થયું છે. આરોગ્ય, ધર્મ, લોકઘડતર, સંસ્કૃતિ અને સમાજ અંગે તેમણે સમયાંતરે અખબારી કૉલમમાં લખ્યું છે, તે લેખોનો આ સંગ્રહ છે. આ ઉપરાંત નવજીવન સાંપ્રતમાં જ ેમ્સ હિલ્ટનનું વીસરાતી વિરાસત (અનુ. ચિન્મય જાની), ડૉ. ધીરજ કાકડિયાલિખિત મહાત્મા ગાંધી : સંચારની શાશ્વત કળા, નરે ન્દ્ર મોદીલિખિત એક્ઝામ વૉરિયર્સ, મૃગાંક શાહલિખિત વર્ટિકલ્સ, ડૉ. પ્રતિભા આઠવલેનું પૂર્વરં ગ હિમરં ગ, પ્રતિષ્ઠા પંડ્યાનું ળળળ, અંકિત દેસાઈનું ટ્નરે ટેલ્સ અને પ્રણવ પંડ્યાનું મનનો ટૉકટાઇમ પણ છે. અંબાશંકર નાગરનું वे दिन वे लोग હિં દીમાં અને પછી કેવા એ દિવસો અને કેવા કેવા લોકોથી ગુજરાતીમાં અનુવાદિત થયું છે. અવની વરિઆલિખિત ચાલો ચરખો રમીએ પુસ્તક પણ ગુજરાતી સહિત હિં દી-અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. અને હાલમાં જ પ્રકાશિત થયેલું પ્રશાંત દયાળલિખિત શતરં જ નવલકથા પણ છે. આ નવલકથા કાલ્પનિક છે, પણ તેની પૃષ્ઠભૂમિમાં ક્યાંક-ક્યાંક ગુજરાતના વિવાદિત પ્રકરણની છાંટ દેખાય છે. વાચકોની સાંપ્રત સમયની વાચનરુચિને લક્ષમાં રાખીને આ પુસ્તકનું પ્રકાશન થયું છે. નવજીવન સાંપ્રતનું સાહિત્ય હિં દી અને અંગ્રેજી ભાષામાં પણ પ્રકાશિત થયું છે, તેમાં જાણીતા તસવીરકાર રઘુ રાય દ્વારા ગુજરાતમાં થયેલી ફોટોગ્રાફીનું પુસ્તક Gujarat પણ સમાવિષ્ટ છે. કદ અને ડિઝાઇનિંગની દૃષ્ટિએ અમૂલ્ય કહે વાતા આ પુસ્તકમાં રઘુ રાયના

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

43


લેન્સથી ગુજરાતની કૅ મેરામાં કંડારાયેલી ક્ષણોને નિહાળી શકાય છે. અનુજ અંબાલાલનું 23 Grams of Salt : Retracing Gandhi’s March to Dandi પણ દસ્તાવજી મૂલ્ય ધરાવતું પુસ્તક છે. અનુજ અંબાલાલે દાંડીના માર્ગ અને તેની સાથે સંકળાયેલી વર્તમાન સ્થળ-ઘટનાને કૅ મેરામાં કડાર્યાં છે. દાંડીકૂ ચના ઇતિહાસને શબ્દોમાં લાવી શકવાનું કાર્ય થયું છે, પણ આ પુસ્તક દ્વારા પ્રથમ વાર દાંડી સાથે જોડાયેલી સ્મૃતિને દૃશ્ય માધ્યમથી પુસ્તકનાં પાને નિહાળવાનું શક્ય બન્યું છે. ઇલા ભટ્ટનાં વક્તવ્યોને સંપાદિત કરીને Women, Work and Peace એ નામે પ્રકાશિત થયેલું પુસ્તક ‘સેવા’ સંસ્થાના અનુભવો ને મહિલાકેન્દ્રી અન્ય મુદ્દાઓને આલેખિત કરે છે. ઇલા ભટ્ટનું જીવનકાર્ય એટલું વ્યાપક છે કે તેમના તરફથી જ ે કંઈ સાહિત્ય મળે તેને પસંદગીના વાચનમાં સૌથી ઉપર મૂકવું રહ્યું. ચિનાઈ માટી અને કુંભારની કળાને ઉઘાડ આપીને તેમાં અલભ્ય સર્જન કરનારા જ્યોત્સના ભટ્ટલિખિત Celebrating Earth નામનું પુસ્તક નિસર્ગ સાથે જોડાણ ટકાવી રાખવાની કળા શિખવાડે છે. Oh My Son! નામનું સીમા સક્સેનાલિખિત પુસ્તક પણ નવજીવન સાંપ્રત દ્વારા પ્રકાશિત થયું છે. આ પુસ્તક ભારતના પૌરાણિક કાળની વાર્તાઓનું સંકલન છે. ગુણવંત શાહલિખિત પુસ્તકો હિં દીમાં અનુવાદિત કરવાનું કાર્ય નવજીવન સાંપ્રત દ્વારા જ થયું છે. આ શ્રેણીમાં ગુણવંતભાઈના महाभारत-मानव स्वभाव का महाकाव्य, संभवामि क्षणे क्षणे, क्रांतिपुरुष गांधीजी, अस्तित्व का उत्सव-इशावस्यम પ્રકાશિત થયાં છે. વિનોદ ભટ્ટલિખિત चार्ली चेप्लिन અને मंटो - एक बदनाम लेखक પુસ્તક હિં દી વાચકો સુધી નવજીવન સાંપ્રત દ્વારા જ પહોંચ્યાં છે. ગાંધીજીના જીવન-કાર્ય-વિચારોને ઉર્દૂ શાયરીમાં લાવનારા અકબર ઇલાહાબાદી હતા. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી હજુ તો હિં દુસ્તાનમાં આવ્યા હતા ત્યારે જ અકબર ઇલાહાબાદી ગાંધીજીને શાયરીમાં લાવ્યા અને તેનું ૧૯૪૮માં ‘ગાંધીનામા’ નામે પુસ્તક પણ થયું હતું. આ પુસ્તકને સંજય ગર્ગ દ્વારા સંપાદિત કરીને ફરી પ્રકાશિત કર્યું છે. પુસ્તકનું નામ છે : अकबर इलाहाबादी कृत : गांधीनामा. નવજીવન સાંપ્રત અલગ ચીલો ચાતરીને આગળ વધી રહ્યું છે અને તેમાં વિવિધ વિષયોની ભરમાર સાથેનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. આટલી ભૂમિકા બાદ હવે આ અંક વિશે. આ અંકમાં નવજીવન સાંપ્રત પ્રકાશિત પુસ્તકોનો પરિચય થાય તે રીતે સામગ્રી રજૂ કરી છે. મહદંશે પુસ્તકોની પૂર્વભૂમિકા બાંધી આપતા લેખોને પસંદ કર્યા છે, જ ેમાં પુસ્તક વિશે સમગ્ર માહિતી મળી રહે . દરે ક પુસ્તકોનો પરિચય તો પાનાંની મર્યાદાને કારણે સંભવ નહોતો, તેથી પસંદગીનાં પુસ્તકો લીધાં છે. આ સાથે અંકમાં નવજીવન સાંપ્રત અંતર્ગત પ્રકાશિત થયેલાં તમામ પુસ્તકોની યાદી પણ આપી છે. આશા છે નવજીવન સાંપ્રતનો પરિચય કરાવતો આ અંક વાચકોને ગમશે. — સંપાદક

44

[ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


“ઘેલા સ્વપ્નને સિદ્ધ કે મ કર્યું તેની આ કથા છે .” મનુભાઈ પંચોળી ‘દર્શક’

ગુજરાતમાં આત્મકથાઓનો સારો ફાલ છે. પંકાયા. ઍવૉર્ડ, માન, સદ્ભાવ પામ્યાં. ગાંધીજીની આત્મકથા તો શીશટોચ છે, કારણ કે કોઈએ ન આપ્યું હોય તેવું એમણે ‘સત્યના પ્રયોગો’માં આપ્યું. ડૉ. ત્રિવેદીની આત્મકથા આ હારમાળામાં અગ્ર હરોળમાં સ્થાન લેશે, કારણ કે એ પણ ભગવાન ભરોસે કરે લ સાહસભર્યા પ્રયોગોની કથા છે. સૌરાષ્ટ્રના એક ધૂળિયા ગામડામાં જન્મેલ બ્રાહ્મણનો છોકરો. ઊંચે માથે અમેરિકા જાય અને ત્યાં આપઅભ્યાસના બળે માર્ગ જ ન કાઢે પણ યુ.એસ.એ.માં ને કૅ નેડા જ ેવા દેશનાં વિદ્યાધામોમાં માનપાન મેળવે. કોઈ ધનપતિ કે રાજકીય આગેવાનોની ભલામણ નહીં, પણ પોતાના કામથી જ પોતે જમાવેલી ભલામણ. ઊંડો — કદી ન થાક જાણનાર અભ્યાસ, ને સૌને ઉપયોગી થવાની ઇચ્છા. આ બે બળે તે દાક્તરવિદ્યાના નવા અને અજાણ્યા ક્ષેત્ર કિડની બેસાડવાની વિદ્યામાં

p. 336 | 5.5" x 8.5" |

300

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

સુખસગવડો પણ મળ્યાં, પણ તે ભોગવવાનો વખત ક્યાં હતો? ‘મારા દરદીઓ’નું પ્રકરણ વાંચો, કોઈ મૃત્યુ સામે ઝૂઝતો યુવાન, કોઈ દુખાતી સગર્ભા યુવતી — પોતાની બંધ પડેલી કિડની મળી જાય તો બચી જાય. કિડની ક્યાંક હં ગેરી કે જર્મનીમાં છે, યુ.એસ.એ.માં છે. દાક્તર ને હૉસ્પિટલ છે કૅ નેડામાં, પણ તારનાં દોરડાં ને ફૅ ક્સના સંદેશા છે, ઉજાગરો કરી રાતને દિવસ કરનારો માયાળુ — હાર ન સ્વીકારનારો દાક્તર છે. ને તે યુવાન બચી જાય છે, સગર્ભા યુવતી પ્રસન્ન બને છે, ને એથીયે પ્રસન્ન બને છે દાક્તર પોતે, કારણ કે તેને અનુભવ થાય છે કે શ્રીકૃ ષ્ણે કહ્યું છે તે અફર સત્ય છે. “तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्” — તેઓ જ ે મારી સાથે નિત્ય જોડાયેલા છે તેની સારસંભાળ હં ુ લઉં છુ .ં દાક્તર કાંઈ પૂજાપાઠના બ્રાહ્મણ નથી. તેનું કામ તે જ તેમનાં સંધ્યા-પૂજા, ભગવાનનેય ભાવની જ પડી છે. આ વિદેશમાં બાંધવ સમા મિત્રો, રસ્તો ચીંધનારા ગુરુઓ મળી રહે છે. હૃદયમાં હામ પૂરનાર અનન્યા ગૃહિણી તો છે જ. નામ પણ કેવું યથાર્થ — ‘શારદા’. આ કીર્તિ ને માનપાનની ટોચે પહોંચેલ દાક્તરને એક દિવસે સાદ થાય છે મા ભૂમિનો. જ્યાં આ વિદ્યાના જાણનારા જૂ જ છે, ને તેનો લાભ તો અતિજૂ જ ગરીબોને મળે છે. 45


આ ગરીબોની આંતરડીનો કકળાટ તેને સંભળાય છે, ને બધી માયા સંકેલી પ્રભુને નામે — ગરીબીએ, અજ્ઞાને, કુ સંપે ગૂંગળાતા દેશમાં આવે છે. સાથીદારો તેને કહે છે કે — ‘તારે જ્યારે પાછા આવવું હોય ત્યારે અહીંનાં બારણાં ખુલ્લાં છે.’ પણ ડૉ. ત્રિવેદીએ કદી પાછા વળીને જોયું નથી. તેનું સ્વપ્નું ગુજરાતમાં એક એવું કિડની સંસ્થાન ઊભું કરવાનું છે, જ ેની જોડ દેશમાં ક્યાંય ન હોય — કાંઈ ઓળખાણ નથી — ભલામણ નથી — એક વાર જમીન નથી — બૅંક બૅલેન્સ નથી, અને દસ કરોડનું મકાન ને વર્ષે અરધો કરોડ માગે તેવું સંસ્થાન ઊભું કરવાનું સ્વપ્ન છે. આ ઘેલા સ્વપ્નને સિદ્ધ કેમ કર્યું તેની આ કથા છે. હિં દનાં વડાં પ્રધાન, ધાર્યું કરે તેવાં, હા પાડે છે મદદરૂપ થવાની — સહી કરી આપે છે ફાઇલ પર, પણ કાંઈ થતું નથી. ગુજરાત સરકાર સહાનુભૂતિ બતાવે છે પણ તેની પાસે પૈસા નથી. રાજ્ય પાસે અને કેન્દ્ર પાસે પૈસા નથી — ને તે આ બ્રાહ્મણે મેળવવાના છે. ને તે પ્રભુપ્રતાપે — સુદામાને દ્વારિકામાં મળ્યું તેમ મળી રહે છે. મુંબઈથી ફોન આવે છે. “ત્રિવેદી, હં ુ મુંબઈથી રસિક દોશી બોલું છુ  ં — આપણે સાથે ભણતા તે યાદ છે?” ડૉક્ટર કહે છે, “કેમ યાદ ન હોય.” રસિક દોશી કહે છે, “હં ુ થોડુ ં કમાયો છુ ં ને પૈસા ખરચવા છે.” આ બાળપણનો ગોઠિયો તેને પચાસ લાખ રૂપિયા આપે છે ને મફતકાકા પાસેથી બીજા પચાસ લાખ અપાવે છે. 46

આનું નામ જ મારી સાથે જોડાવવાની ‘હં ુ સારસંભાળ લઉં છુ ’ં તેવો કોલ. પણ પૈસાથી જ ન ચાલે. આ તો અદ્યતન વિજ્ઞાનનું કામ. તજ્‌જ્ઞ મિત્રો જોઈએ — તેય મળી રહે છે. ડૉ. સૂર્યકાન્ત, ડૉ. વીણા શાહ, ડૉ. પ્રવીણા શાહ, ડૉ. શૈલેશ શાહ, ડૉ. તેજાંશુ શાહ, ડૉ. કીર્તિપાલ, ડૉ. ખેમચંદાની — પોતપોતાના ક્ષેત્રમાં વડેરાં. આ સૌ ડૉ. ત્રિવેદીને મળી રહ્યાં. આ કેમ બન્યું? આનો કાંઈ કોઈ જવાબ નથી. પણ દાક્તરે અમેરિકાની સખ ુ સગવડો, માનપાન, ભારતીય રં ક દરદીઓ માટે છોડ્યાં ને તેને મળી રહ્યું. વલ્લભભાઈ, તે વખતના આરોગ્યખાતાના પ્રધાન — સહકારી આગેવાન. ધગશ તો એમની જ — જમીન કાઢી આપે છે. વાત સાંભળીને તરત જ શીંગલુ — સચિવ સાંભળીને તરત સ્વાયત્તતા આપે છે — ને નવી સ્વાયત્ત સંસ્થાના નિયામક બનાવે છે. દાક્તર ઘરે જઈને શારદાબહે નને કહે છે — ‘નિયામકને વધાવી લે’. કેવો કોમળસભર પ્રેમ છે! દસ કરોડ રૂપિયા ભેગા કરવાનું કામ સહે લું નથી — એટલે મકાન એ જ, પણ કરકસરથી બાંધવાનું ઠરાવે છે. સિમેન્ટવાળા, લોખંડવાળા, સૌને સમજાવી સસ્તા ભાવે માલ મેળવે છે ને દસ કરોડનું મકાન અઢી કરોડમાં બાંધે છે. ચમત્કાર જ, બસ ચમત્કાર. અડચણો નથી તેવું નથી; ખટપટો નથી તેમ નથી — ધાકધમકીઓ, જાસા નથી મળતા તેમ નથી, આડા પાણા નથી નખાતા તેવું નથી — પણ દાક્તર તેને પોતાના કામનો જ જાણે ભાગ ગણે છે. પરદેશી મિત્રો કહે વરાવે છે, “તારા દેશમાં તારી કદર નથી થતી — અહીં આવતો રહે .” [ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


પણ પાછુ ં વાળીને જુ એ તે દાક્તર ત્રિવેદી નહીં. “દીવાલો દુર્ગની તૂટ,ે તમારી આત્મશ્રદ્ધાનો” ગુજરાતમાં નહીં — ભારતમાં દાક્તરનું સન્માન થાય છે. નેફ્રોલૉજી, કિડની પ્રત્યારોપણની દેશવ્યાપી સંસ્થાના પ્રમુખ નિમાય છે અને પરદેશના નામાંકિતો તેમાં સાથ આપે છે. પણ આ બધા પછી પણ તેમનો આરાધ્ય તો દરદી જ છે. રોજ દરદીઓને મળવું — સાંભળવા —  સાંત્વન આપવું — તેની સગવડો ઊભી કરવી. ૨૫૦ પથારીની આ કિડની સંસ્થાની લૅબ, ઑપરે શન થિયેટર, દરદીઓની પથારી બધું રોજ જોવાનું જ. ભક્ત એના ભગવાનનીયે એટલી બધી કાળજી નહીં કરતા હોય. એમણે પોતાના જીવનસાર રૂપે જ આ વાત લખી છે. એમના જ શબ્દોમાં, કારણ કે તેમાં અનુભવની સચ્ચાઈનો રણકો છે : મારી ધર્મની માન્યતાઓમાંની એક માન્યતા એવી છે કે જો તમે જરૂરતમંદ, ગરીબ અને પીડિત લોકોની સેવા કરશો, અને સેવા ખરા દિલથી કરશો તો તમે સર્વોચ્ચ શક્તિ (ઈશ્વર)ની વધુ નજીક પહોંચી શકશો. આ ખ્યાલ મારા બૌદ્ધિક માનસને

વાજબી લાગે છે. મારે કહે વું જોઈએ કે કટોકટીના સમયમાં જિંદગીમાં તદ્દન અણધાર્યા ક્ષેત્રમાંથી મને મદદ મળતી રહી છે. આને આપણે શું કહીશું? ચમત્કાર અથવા / અને નસીબ. આ બધા બનાવોનો વધારે અર્થ તારવવો એ મારી બુદ્ધિમત્તાની હદબહારની વાત છે. તેમ છતાં મારે કહે વું જોઈએ કે હં ુ જ ેટલું આપી શકું એ કામ મેં પૂર્ણપણે આપ્યું છે. અને હં ુ ત્યાં સુધી આપતો રહ્યો છુ ં જ્યાં સુધી કમભાગી લોકોની સેવા કરવાનું આ કાર્ય મને તેમ જ મારા કુ ટુબ ં ને સહનશક્તિની હદ સુધી પહોંચી ગયું હોય. માણસ આથી વધારે શું કરી શકે? શું કહી શકે? દાક્તર ત્રિવેદી એ સતજુગિયા માણસ છે. જ ે સતજુગની વાતો કરવામાં નહીં પણ અહીં સતજુગ ઉતારવામાં માને છે. સતજુગ આવતો નથી, પણ સતિયા લોકોએ લાવવાનો છે. ગાંધીની આત્મકથાનો આ જ સારાંશ છે. દાક્તરે જાણ્યેઅજાણ્યે તેને પચાવ્યો છે. તેમનું યોગક્ષેમ ભગવાને સંભાળ્યું છે ને સંભાળશે. તેના ટેકા વિના કામ કરવું શક્ય જ નથી. તે ટેકો તેમને મળતો રહે તેવી શુભેચ્છા. 

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

47


પરમપ્રિય પંખી લાલસિંહ રાઓલ

કાળિયો કોશી કે કાળો કોશી (બ્લૅક ડ્રોંગો જિંદગી તેં પંખીઓ પાછળની રખડપટ્ટીમાં કે કિંગ ક્રો) એટલે મારું ખૂબ માનીતું અને પરમપ્રિય પંખી. પીળક, શોબિગી, અધરં ગ અને રાજાલાલ જ ેવી રં ગોની ભભક કે સુંદરતા કાળિયા કોશીમાં નથી. શામા, કસ્તૂરા કે ચંડૂલો જ ેવા ગાયકોનો કંઠ તેની પાસે નથી. ગરુડોનું દમામદાર વ્યક્તિત્વ પણ તે ધરાવતો નથી. કાબરા કલકલિયા, લરજી કે કપાસી જ ેવી હે રત પમાડે તેવી સ્થિર ઉડાનની કુ શળતા પણ તેનામાં નથી. તેની પાસે તો છે ત્રીસ-બત્રીસ સેન્ટીમીટરની માત્ર એક રં ગની પાતળી કાયા. અને તે રં ગ પણ કાળો. આમ છતાં મારી પારાવાર પ્રીતિ તો ‘तथापि भक्तिः तरूणेन्दुशेखरे’ (તોય મારી ભક્તિ તો બીજનો ચંદ્ર મસ્તકે ધારણ કરનાર મહાદેવ ઉપર જ છે) કહે નાર ભર્તૃહરિની જ ેમ કાળિયા કોશી ઉપર જ છે. તે જ મારું પરમપ્રિય અને ખૂબ ખૂબ માનીતું પંખી. ભગવાન મને પૂછ,ે ‘અલ્યા, અડધી

p. 120 | 6" x 9" | ૱ 350

48

ગાળી. આવતા ભવે તારે પંખી થાવું પડે તો કયું પંખી થવાનું તને ગમે?’ ક્ષણનાય વિલંબ વિના કહં ુ કે ‘કાળિયો કોશી!’ નહીં નાનો, નહીં મોટો, એકવડિયા બાંધાનો, ખાંચાવાળી અને પ્રમાણમાં લાંબી પૂંછડીવાળા કાળિયા કોશીનું અંગસૌષ્ઠવ મનોહર છે. ચપળ અને હિં મતબાજ પણ એટલો જ. તેને નીરખીને જુ ઓ તો જ તેના વ્યક્તિત્વનો ખયાલ આવે. કાળા રં ગને કોઈ સુંદર કહે ખરું ? ગીરનો કાગડો કાળો જ છે ને? તેને આકર્ષક કોણ કહે શે? કોકિલ પણ સર્વાંગે કાળો. હં મેશાં ઘટાદાર વૃક્ષોમાં જ વિહરતો હોવાથી ધ્યાનાકર્ષક નથી રહે તો. કાળિયા કોશીના દેહમાં કાળા સિવાય બીજો રં ગ નથી, છતાંય તે નમણું પંખી છે. રામ અને કૃ ષ્ણ કાળા જ હતા ને? તેમનાં રૂપનાં વખાણ કરતાં ભક્તો કે કવિઓ થાક્યા છે? ઊંડા ખાંચાવાળી લાંબી પૂછડી ધરાવતા કાળિયા કોશીની દેહછટા નિરાળી છે. તેને આકર્ષક પંખી કહે તાં હં ુ અચકાતો નથી. તેની બેસવાની છટા જુ ઓ. ઝાડની આગળ પડતી ડાળી, વીજળીના થાંભલા કે તાર તેનાં માનીતાં બેસણાં. ટટાર, લગભગ પૂંછડીભર બેઠો હોય તોય દમામદાર અને જીવરો લાગે. આવા એકાદ સ્થળે બેસીને ધીરે ધીરે પૂંછડી હલાવતો હલાવતો જીવડાં માટે ચારે તરફ ઊંચે-નીચે નજર નાખ્યા કરે . જમીન ઉપર જીવડુ ં જુ એ તો સુંદર તીરછી ઉડાન કરી નીચે આવી તેને પકડીને ખાઈ જાય અને સ્વસ્થાને [ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


પાછો પહોંચી જાય. ત્યાં બેઠાં બેઠાં ઉલ્લાસ ભરપૂર અવાજ ે થોડી થોડી વારે બોલ્યા કરે . કેમ જાણે કહે તો ન હોય કે આઈ ઍમ ધી મોનાર્ક ઑફ ઑલ આઈ સર્વે (મારી નજર જાય ત્યાં સુધીના બધા પ્રદેશનો હં ુ રાજા છુ )ં . કાગડા કે સમડી જ ેવા ડાકુ ઓને પણ લાગ આવ્યે તે સીધા કરી દે. તેની ઊડવાની કળાની શી વાત કરવી? જોઈને મુગ્ધ થઈ જવાય. કોઈ જીવડુ ં જોયું કે તરત સીધો તે તરફ ઊપડે અને પકડી પાડે. હવામાંનાં જીવડાંને પકડવા જાતજાતની ગુલાંટો મારે . રૉકેટની જ ેમ સીધો સડસડાટ ઉપર ચડે, ઉલ્કાની જ ેમ ઝડપભેર નીચે આવે. આડીઅવળી ગમે તેવી લોંકી ખાઈ અચાનક દિશાપલટ કરે . ક્યારે ક એક ઉડાનમાં ઉપરાઉપર બે કે ત્રણ જીવડાં પકડે ત્યારે હવામાંની તેની ગુલાંટબાજી જોવા જ ેવી. આ કળામાં તે કેવો નિષ્ણાત છે તે દેખાઈ આવે. તેનો આ બધો ક્રિયાકલાપ જોતાં થાક ન લાગે તેવો ચપળતાવાળો. સ્થાનફે ર માટે એક જગાએથી બીજી જગાએ જાય તે જોવાની પણ ખૂબ મજા આવે. એ વખતે ઊડતાં ઊડતાં ડોક આજુ બાજુ કરી બંને તરફ જોતો જાય, પાંખો થોડી વાર ચલાવી બંધ કરે , ફરી ચલાવે, ફરી બંધ કરે . આથી તેની ઉડાન દરિયાનાં મોજાં જ ેમ ઊંચીનીચી હિલોળા લેતી લાગે. લાંબી પૂંછડીને લીધે તેની ઉડાનની કમનીયતા ઓર વધી જાય. ઘણાંખરાં પંખીઓ સૂતાં હોય ત્યારનો એ પોતાના ઢેંચું-ઢેંચું એવા રણકતા ટહુકાથી પરોઢને જીવંત બનાવી દે. સાંજ ે પણ મોડે સુધી વીજળીબત્તીના થાંભલે બેસી ટહુકા કરતો કરતો જીવાત પકડતો હોય. કાળિયો કોશી ગાયક પંખી નથી. પણ

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

જાતજાતના તેના અવાજમાંથી ઘણામાં મીઠાશ છે. તેના દરે ક બોલમાં જીવન માણી રહૃા​ાનો આનંદ આપણને દેખાઈ આવે. જુ દાં જુ દાં પંખીઓના અવાજની નકલ કરવામાં તે પાવરધો છે. મીઠા ટહુકાઓથી તે સવારસાંજના સમયે આસપાસમાં પ્રફુલ્લતાનું વાતાવરણ સર્જે છે. લહે રમાં હોય ત્યારે જાતજાતની જ ે સિસોટીઓ તે મારે છે, તે ભરપૂર મીઠાશવાળી હોય છે. હં ુ તો તેને મધુર ગીત જ કહં ુ . સાંભળતાં આપણે ખુશ ખુશ થઈ જઈએ. તે સાંભળવા મળે તો એક યાદગાર લહાવો બની જાય. પંખીઓ સાથેની ચોસઠ વરસની મારી ભાઈબંધીમાં આવી મીઠી સિસોટીઓની હે લી ત્રણ જ વાર મને સાંભળવા મળી છે. ખરે ખર યાદગાર પ્રસંગો. પીળક, શોબિગી કે રાજાલાલ જ ેવાં પંખીઓના આકર્ષણમાં તેમની અલ્પસંખ્યતા થોડેઘણે અંશે કારણભૂત ખરી. પણ કાળિયો કોશી ખૂબ સુલભ પંખી હોવા છતાં તેના પ્રત્યેનું મારું આકર્ષણ જરાયે ઓછુ ં થયું નથી. अति परिचयात् अवज्ञा સહન કરવાનો વારો મારા તરફથી તેને આવે તેમ નથી. ભારતમાં તે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ એમ સર્વત્ર વ્યાપક છે. પ્રજનન ઋતુમાં પોતાના માળાવાળા વૃક્ષ આસપાસના કેટલાય વિસ્તારમાં તે ઈંડાં કે નાનાં બચ્ચાંને ખાઈ જનાર સમડી, કાગડા કે ખેરખટ્ટા જ ેવાંને ફરકવા ન દે. તેમને દૂરથી આવતાં જુ એ કે પડકાર ફેં કતો, જરાય અચકાયા વિના હુમલો કરવા સામે ધસી જાય અને તેમને નસાડીને ધીમે ધીમે ઊડતો આજુ બાજુ જોતો પોરસાતો પોરસાતો પાછો આવે. પોતે કરે લ બહાદુરીથી જાણે ખુશ થતો હોય તેમ ગાતો ગાતો આવે. 49


એ વખતની તેની મગરૂરી જોયા કરવાનું મન થાય એવી મુગ્ધકર. એકવાડિયા બાંધાનો આ શૂરવીર ‘પહે લો ઘા પરમેશ્વરનો’ તેમાં માને છે. દાંડ હોય તેને દંડવા એવો તેનો સિદ્ધાંત ખરો. તેના આવા સ્વભાવની જાણે જાણ ન હોય તેમ હોલા, હરિયલ, બુલબુલ વગેરે જ ેવાં ગભરુ પંખીઓ તેના માળાવાળા વૃક્ષમાં કે નજીકના વૃક્ષમાં પોતાના માળા કરી સલામતી અનુભવે. બાકી તેનો પોતાનો માળો તો કોઈને પણ દેખાય તેવી ડાળે હોય. પોતાની જાત પર વિશ્વાસ એટલો કે તેને માળો છુ પાવવાની જરાય દરકાર નહીં. થોડે દૂરના વૃક્ષ ઉપર બેઠલ ે કાગડાને ચાલતી પકડવા બેચાર વાર ચેતવણી આપવા છતાં તે ધૃષ્ટ ન ખસે તો નર-માદા સામસામી દિશાએથી ઊંચેથી ડાઇવ બૉમ્બરની જ ેમ તેના પર એવો જોરદાર હલ્લો કરે કે પેલાને નાઠે જ છૂટકો. કાળિયા કોશી જ ેવા બહાદુર યોદ્ધાને સવારીનો શોખ ન હોય એવું કેમ બને? વગડામાં ચરતાં કે ખેતરમાં ફરતાં બળદ, ગાય, ભેંસ કે ઘેટાં-બકરાંની પીઠ પર તે લહે રથી બેસે. તેમના ચાલવાથી ખલેલ પામીને, જમીનમાં કે ઘાસમાં સંતાયેલાં જીવડાં ગભરાઈને તેમાંથી ઊડે તેને ઝડપી લે. સવારીની સવારી અને શિકારનો શિકાર! એક પંથ ને દો કાજ. કાગડા, કાબર કે ઢોરબગલાય આમ બેસે છે, પણ સવારી કરે છે તેવો શબ્દપ્રયોગ કરવો હોય તો કાળિયા કોશીને તે વધારે બંધબેસતો લાગે. અન્ય પંખીઓ તો માત્ર બેસે છે એમ કહે વાય. એક વાર એવું બન્યું કે નાતનો પટેલ ચૂંટવા પંખીઓની નાત ભેગી થઈ. સૌ પોતપોતાનો

દાવો રજૂ કરે . થઈ ચડસાચડસી. કરવું શું? બધાં મૂંઝાઈ ગયાં. આનો ઉકેલ કેમ કાઢવો? ચતુર સુજાણ પોપટે દરખાસ્ત મૂકી કે વિષ્ણુ ભગવાનનો ચરણસ્પર્શ જ ે પહે લો કરે તે પટેલ. હા-ના, હા-ના કરતાં નાતે તે દરખાસ્ત મંજૂર રાખી. ભગવાન તો વૈકુંઠમાં બિરાજ ે. ત્યાં પહે લા પહોંચવા પંખીઓએ ઉડાન શરૂ કરી. ઊંચે ને ઊંચે ચડ્યે જાય. પણ વૈકુંઠ એમ કાંઈ રે ઢું થોડુ ં પડ્યું છે? એક પછી એક પંખી થાકવા લાગ્યાં એટલે પાછાં ફરવા માંડ્યાં. કાળિયા કોશીએ જોયું કે પોતાથી ગરુડને પહોંચાશે નહિ. તેણે ભેજુ ં લડાવ્યું. હળવેકથી ગરુડની પીઠ પર બેસી ગયો. પોતે જ જીતશે એવા તાનમાં મસ્ત બનીને ઊડ્યે જતા ગરુડને ખયાલ જ ન આવ્યો કે કોશી પોતાની પીઠ પર બેઠો છે. છેવટે વૈકુંઠ દેખાયું. વિષ્ણુ ભગવાન પણ નજરે ચડ્યા. કોશીએ તો તરત ડૂ બકી મારી... પહોંચી ગયો ભગવાન પાસે. નમન કરી તેમનાં ચરણને સ્પર્શ કર્યો. વહાલથી ભગવાને તેની પીઠ પંપાળી. આ બધું અતિ ઝડપથી બની ગયું. ગરુડ તો સ્તબ્ધ. કાળિયો કોશી આમ બની ગયો નાતનો પટેલ. કાળિયા કોશીનું અંગ્રેજીમાં બીજુ ં નામ છે કિંગ ક્રો. ‘ઈહા’ (E.H.A.) જ ેવા સમર્થ અંગ્રેજ પક્ષીવિદ તેને H.R.H. એટલે કે હિઝ રૉયલ હાઇનેસ ધી કિંગ ક્રો કહીને સંબોધન કરે છે—તે અમસ્તું હશે? (આઝાદી પહે લાંના વખતમાં રાજામહારાજાઓનો ઉલ્લેખ હિઝ હાઇનેસ તરીકે થતો. દા. ત., હિઝ હાઇનેસ ધી મહારાજા ઑફ ભાવનગર.) તો હિઝ રૉયલ હાઇનેસ ધી કિંગ ક્રો ઝિંદાબાદ! 

50

[ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


‘...બધા પંથમાં છે પ્રવાસોની દુનિયા’ અપૂર્વ આશર

૨૦૧૫ના અધવચમાં એક રાત્રે મારા પુત્ર મોહસીનભાઈનો સંપર્ક એમણે કરાવ્યો. મોબાઇલ પર અમેરિકાનો અજાણ્યો નંબર ચમક્યો, “કાજલ ઓઝા બોલું છુ ,ં અત્યારે ન્યૂ જર્સીમાં સુનીલભાઈ નાયક સાથે બેઠી છુ .ં ઑગસ્ટમાં ‘ચલો ગુજરાત’માં ઈ-શબ્દની વાત કરવા આવી શકો?” ઈ-શબ્દ મારો ‘પેટ પ્રોજ ેક્ટ’. કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પણ કહે તો હં ુ વાત કરવા તૈયાર થઈ જાઉં... આ તો વળી અમેરિકાના સાહિત્યપ્રેમી ગુજરાતીઓની સામે એની રજૂ આત કરવાનો મોકો... પહોંચી ગયો. ઈ-શબ્દની વાત તો ખેર, લોકો સુધી બહુ પહોંચી નહીં પણ ત્યાં નિરાંતે રઈશભાઈ મનીઆર સાથે ઈ-શબ્દ અને ગુજરાતી ઈ-બુક્સની વાત થઈ. ગુજરાતમાં આટલા નજીક રહીને હં ુ અને રઈશભાઈ નિરાંતે મળી શકતા નહોતા પણ ત્યાં ‘ચલો ગુજરાત’માં બુકસ્ટૉલના ટેબલ પર બેઠાં બેઠાં ‘મરીઝ’સાહે બના ઈ-સંગ્રહનાં બીજ રોપાયાં! પાછા ફરીને ‘મરીઝ’સાહે બના

p. 456 | 6" x 8.75" | ૱ 600

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

સમગ્ર ‘મરીઝ’ની એમણે એડિટ કરે લી આવૃત્તિ મોકલી અને શરૂ થયો આ સિલસિલો. ... ૧૯૬૮માં પ્રગટ થયેલા ‘મરીઝ’સાહે બના પ્રથમ સંગ્રહ ‘આગમન’ના પ્રકાશક શિવજી આશર : મારા પિતા... હવે આ પહે લા ઈ-સંગ્રહનો ‘પ્રકાશક’ હં ુ ? યોગાનુયોગ રોમાંચકારી છે. શરૂઆતમાં એવો ખ્યાલ હતો કે આગમન અને નકશાની બધી જ ગઝલો ભેગી કરી પ્રથમ પંક્તિ પ્રમાણે ફરી ગોઠવી અને ત્યાર બાદ દર્દ સમાવીશું... રઈશભાઈએ કાળજીપૂર્વક સૂચવેલા સુધારાઓ થઈ જશે. વ્યવસ્થિત રદીફ-કાફિયા-સૂચિ આવશે અને ઈ-બુક હોવાને કારણે સર્ચ કરીને કોઈ પણ ગઝલ શોધી શકવાની સગવડ તો રહે શે જ. ક્યાંક ક્યાંક હસ્તાક્ષર અને ફોટોગ્રાફ્સ પણ આવશે, વળી ઇલેક્ટ્રૉનિક મીડિયાનો લાભ લઈને ‘મરીઝ’સાહે બનો અવાજ પણ ઈ-બુકમાં આવશે. જ ેમ જ ેમ મોહસીનભાઈ સાથે મુલાકાતો થતી ગઈ એમ એમ નવી નવી સામગ્રીનો ખજાનો મળતો ગયો : ‘મરીઝ’સાહે બના હસ્તાક્ષરમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે લખેલી ડાયરી, બીજી ડાયરીનાં ફાડેલાં પાનાં પર લખેલી આખેઆખી ગઝલો, ચબરખીઓ કે જૂ નાં એન્વેલપ પર લખેલા શેરથી માંડીને જ ેને વિશે સાંભળતા આવ્યા હતા અેવા સિગારે ટનાં ખાલી બાકસ પર લખેલા શેરો 51


પણ મળ્યા... સાથે સાથે ઘણા ન જોયેલાં ફોટોગ્રાફ્સ પણ! અગાઉ ‘મરીઝ’સાહે બ વિશે જ ે થોડુઘં ણું વાંચેલું એ પરથી એવી છાપ પડેલી કે એ બહુધા પોતાના સર્જન વિશે ઉદાસીન હતા કે એમની પોતાની રચનાઓ પણ ક્યારે ક એમને યાદ રહે તી નહોતી. હકીકત તો હં ુ જાણતો નથી પણ આ ડાયરીનાં પાનાં જોતાં આ કામ પોતાની રચનાઓ વિશે ખૂબ સજાગ અને મેટિક્યૂલસ એવા કલાકારનું હોવાની છાપ પડ્યા વિના રહે નહીં. • આગમન ની બીજી આવૃત્તિ ૧૯૭૫માં ‘મરીઝ’સાહે બની હયાતીમાં જ થયેલી. એમાં એમણે નીચેની નોંધ લખી છે :1

એ પછી ‘મરીઝ’સાહે બના અવસાન (૧૯૮૩) બાદ આગમન ની અન્ય આવૃત્તિઓ થઈ એમાં કાળક્રમે થોડી ગઝલો અને શેર ઉમેરાતાં ગયાં. ૧૯૮૫માં પાછળથી મળેલી અન્ય સામગ્રીને સમાવીને નકશા સંગ્રહ પ્રગટ થયો. સારા ઇરાદાથી થયેલા આ બધા કામમાં શક્યતઃ યોગ્ય સંપાદનને અભાવે ઘણી ત્રુટિઓ રહી જવાની વાત ઘણાઓએ નોંધી છે. આ બધા પરિપ્રેક્ષ્યમાં હવે જ્યારે નવેસરથી કામ થઈ રહ્યું છે ત્યારે મારી પૂરેપૂરી ક્ષમતા અને અનુભવને કામે લગાડી વધારે સારું

પરિણામ કેવી રીતે મેળવી શકાય એમ વિચારતાં હાલના સંગ્રહની આ વ્યવસ્થા અમલમાં આવી... હવે, આ સંગ્રહ મુખ્ય ત્રણ ભાગમાં વહેં ચાયેલો છે : ૧. આગમન (‘મરીઝ’સાહે બની સ્વીકૃ તિવાળી ૧૯૭૫ની બીજી આવૃત્તિ) ૨. નકશા અને અન્ય (‘આગમન’ની ચોથીથી સાતમી આવૃત્તિમાં ઉમેરાયેલી સામગ્રી, ‘નકશા’ અને એ ઉપરાંત મળેલી અન્ય બધી જ સામગ્રી—પુનરાવર્તન નિવારીને.) ૩. દર્દ (૧૯૬૬માં ચંદ્રશેખર ઠક્કુર ‘તબીબ’ને નામે પ્રગટ થઈને તરત જ પાછો ખેંચી લેવામાં આવેલો સંગ્રહ—યથાતથ). વિભાગ-૨ની સામગ્રી, જ્યાં જ્યાં આગમન માં એ જ રદીફ-કાફિયા ધરાવતી રચનાઓ મળી ત્યાં જ, જુ દી ઓળખાઈ આવે એ રીતે જ ગોઠવી છે. શક્ય છે કે ‘મરીઝ’સાહે બ એ રચનાઓમાં ફે રફાર કે ઉમેરણ કરવા ઇચ્છતા હોય. કદાચ એમ પણ હોય કે ડાયરીમાં કરે લા રફ વર્ક બાદ જ ે યોગ્ય લાગી એ જ રચનાઓ એમણે સંગ્રહમાં સમાવી હોય. કોઈ શેર અગાઉ છપાયેલી ગઝલનો ભાગ જ છે એવા નિષ્કર્ષને બદલે ફક્ત accurate documentation કરવાનો શક્ય પ્રયત્ન કર્યો છે. દર્દ વિશે અગાઉ પૂરતું લખાઈ અને ચર્ચાઈ ચૂક્યું છે. પણ એક નવી—કદાચ ઐતિહાસિક મહત્ત્વની— વાત ધ્યાનમાં આવી છે. મોહસીનભાઈ પાસેથી દર્દની એક જર્જરિત નકલ મળી કે જ ેમાં પાને પાને ‘મરીઝ’સાહે બે નિશાનીઓ કરી છે — ક્યાંક

1. આ પુસ્તકમાં આગમન ની પહે લી અને બીજી આવૃત્તિઓ સરખાવી, નવી સામગ્રીની સામે ‡ ચિહ્ન મૂક્યું છે. એ ગણતરી પ્રમાણે ૨૭ ગઝલોમાં ફે રફાર, ૧૭ નવી ગઝલો, ૨ નવી નઝમો અને ૧૬ નવા મુક્તકોનો સમાવેશ થયો હોય એમ જણાય છે.

52

[ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


‘ખરા’ની, ક્યાંક ‘ચોકડી’ની તો ક્યાંક શબ્દો પણ સુધાર્યા છે. એક જગ્યાએ છંદ ચકાસવા લઘુ-ગુરુનાં ચિહ્નો પણ છે અને એક ગઝલના શેર પણ એમના હસ્તાક્ષરમાં એ નકલમાં છે. આ બધાનું અર્થઘટન શું થાય એની ચર્ચા કર્યા વગર, સંશોધકોએ એમ કરવું હોય તો સરળતા રહે એ માટે એવી નિશાનીઓ અને સુધારાઓ સાથેનાં પાનાં આ પુસ્તકમાં સમાવ્યાં છે. આગમનની બે આવૃત્તિમાં ‘મરીઝ’સાહે બનાં જ ે નિવેદન, અર્પણ, આભારનાં લખાણો હતાં તે આમ તો, જ ે-તે આવૃત્તિ નિમિત્તે જ પ્રસ્તુત હતાં. પણ સંપૂર્ણ દસ્તાવેજીકરણના હે તુસર એ બધું અહીં યોગ્ય સ્થાને સમાવ્યું છે. અન્ય વ્યક્તિઓની પ્રસ્તાવનાઓ પ્રિન્ટ-એડિશનમાં નિવારી છે પણ ઈ-બુકમાં એ બધી જ સમાવી લીધી છે. એક અપવાદ તરીકે હરીન્દ્ર દવેની બે પ્રસ્તાવનાઓ આ પુસ્તકમાં સમાવી છે (જુ ઓ પા. ૪૦૧ ઉપરની પાદટીપ). ઉપરાંત, પરિશિષ્ટ સ્વરૂપે મોહસીનભાઈએ લખેલો ‘મરીઝ’સાહે બનો લાઇફસ્કેચ, એમના ફોટોગ્રાફ્સ અને અન્ય ચિત્રમય સામગ્રી સાથે સમાવ્યો છે. એમની બધી જ ધાર્મિક કૃ તિઓ એકઠી કરીને અલગ પુસ્તક રૂપે પ્રગટ કરવાનો ઇરાદો છે, અને તેથી અગાઉ નકશામાં સમાયેલી થોડીક ધાર્મિક રચનાઓ પુનરાગમનમાં નથી. ઉપર મેં ઈ-બુક અને પ્રિન્ટ એડિશન એમ બેનો ઉલ્લેખ કર્યો ; હા, આ પુસ્તકની શરૂઆત તો થઈ ઈ-શબ્દ પરથી પ્રકાશન થનારી ઈ-બુક તરીકે, પણ આ આયોજનમાં આગળ વધતા ગયા તેમ એવું લાગ્યું કે ગુજરાતી

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

ભાષામાં હાલ જ ે ઈ-બુક માટે ઓછી ઍક્સેપ્ટન્સ છે એ જોતાં આની પ્રિન્ટ આવૃત્તિ પણ હોવી જ જોઈએ. આ તબક્કે નવજીવન ટ્રસ્ટ તરફથી વિવેક દેસાઈ ખૂબ ઉત્સાહથી આગળ આવ્યા. સામાન્યતઃ નવજીવન ગાંધીકુ ળનું સાહિત્ય જ પ્રકાશિત કરે અને આ પ્રકારનો સંચય નવજીવનની પરં પરાને સુસંગત નથી એવા અભિપ્રાયને અવગણીને પણ એમણે આના પ્રકાશનની ઇચ્છા દર્શાવી જ ેનો મોહસીનભાઈએ પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો. એટલે હવે આ ઊલટી ગંગા જ ેવો ઘાટ થયો છે : પહે લા ઈ-બુક અને સાથે સાથે છાપેલું પુસ્તક—એમ બે આવૃત્તિઓ પ્રસ્તુત છે. શરૂઆતમાં આ પુસ્તકનું નામ ‘મરીઝનું નિવેદન’ એમ વિચારે લું. પણ પછી નકશામાં મોહસીનભાઈએ લખેલી પ્રસ્તાવનામાં નીચેનો પ્રસંગ વાંચવા મળ્યો : મારા પિતાશ્રી અને તેમના ગાઢ મિત્ર શ્રી પ્રવીણભાઈ પંડ્યા સાથે આ મુજબનો વાર્તાલાપ થયો હતો : શ્રી પ્રવીણભાઈએ પૂછ્યું હતું, “ ‘મરીઝ’, ‘આગમન’ બાદ તમારી બીજી કૃ તિનું નામ શું ‘વિદાય’ હશે?” જવાબમાં ‘મરીઝે’ કહ્યું હતું કે, “પ્રવીણભાઈ, ગઝલક્ષેત્રમાં ‘મરીઝ’નું ‘પુનરાગમન’ હોઈ શકે, ‘વિદાય’ નહીં.” —આ વાંચ્યા પછી આ સંગ્રહનું નામ પુનરાગમન સિવાય બીજુ ં કોઈ હોઈ જ ન શકે એમ સ્પષ્ટ થયું. હં ુ માનું છુ ં કે, પરફે ક્શન કોઈ મુકામ નથી, એક રસ્તો છે જ ેના પર હં મેશાં આગળ તરફની ગતિ હોઈ શકે. શ્રી રાજ ેશ વ્યાસ ‘મિસ્કીન’ સમગ્ર મરીઝ તૈયાર કરીને એ 53


ઉપકરણોની મદદથી શું કરી શકે (જ ે કંઈ નવી સામગ્રી જડી એ સંદર્ભમાં ખાસ) એ જ ચકાસવાનો આ પુનરાગમનનો આશય છે. એ આશા સાથે કે કાલે બીજુ ં કોઈ આ રસ્તા ઉપર હજી આગળ ડગલાં માંડશે...

રાહ પર ઘણા કદમ ચાલી ચૂક્યા છે. એનાથી ઉપરવટ જઈને એનાથી કંઈક ‘વધુ સારું કરી બતાવવાનો’ ઇરાદો ન હોઈ શકે એ સ્પષ્ટતાની ભાગ્યે જ જરૂર છે. પણ એ જ્યાં સુધી લઈ ગયા ત્યાંથી આગળ, મારી આવડત, નવાં

ગતિ હો, પંથ હો, વળી ઉપકરણ બધાં હાજર, પરં તુ એક જો હિં મત ન હો, પ્રવાસ ન હો.

—તો ‘મરીઝ’સાહે બ, લો કરી ‘હિં મત’, કર્યો ‘પ્રવાસ’, સ્વીકારશો! 

હિં દુસ્તાનમાં અંગ્રેજ સૈન્ય-વ્યવસ્થા કૅ પ્ટન નરે ન્દ્ર

કંપની સરકારે જ્યારે દેશી રિસાલા ખડા ઘોડેસવાર) જ ેવી રે જિમેન્ટના બંધારણ પ્રમાણે કરવાની શરૂઆત કરી ત્યારે તેની રચના બ્રિટિશ સૈન્યની લાન્સર (ભાલાદાર), કૅ વેલ્રી (તલવારધારી) અને હુઝાર (ભારે બખ્તરબંધ ‌

p. 318 | 5.5" x 8.5" | ૱ 350

54

કરવામાં આવી હતી. આ પદ્ધતિમાં સરકાર મોટા પાયા પર ઘોડાં ખરીદતી અને સાથેસાથે સૈનિકોની ભરતી કરતી. સન ૧૭૬૪ના બક્સરના યુદ્ધમાં દિલ્હીના શહે નશાહ શાહ આલમ બીજા, લખનઉના નવાબ શુજા–ઉદ્–દૌલા અને મુર્શિદાબાદના નવાબ મીર કાસિમની સંયુક્ત સેનાઓને હાર આપ્યા બાદ કંપની સરકારની સામ્રાજ્યનો વિસ્તાર વધારવાની લાલસા વધી ગઈ. તે સારુ કંપનીની સેનામાં તેમને તાત્કાલિક ધોરણે પાયદળ અને રિસાલામાં ભરતી કરવાની જરૂર જણાઈ. પાયદળમાં ભરતી કરવામાં તેમને કોઈ મુશ્કેલી નડી નહીં. તકલીફ હતી તે કેવળ રિસાલાઓની સંખ્યા વધારવામાં. [ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


આ માટે તેમને કેળવાયેલાં ઘોડાં અને સવાર, બન્નેની એકસાથે તાતી જરૂર પડી. હિં દુસ્તાનના ઇતિહાસમાં આ સમય એવો હતો કે દેશી રાજાઓ અંદરોઅંદર લડતા હતા. તેમની પાસે યોગ્ય પ્રશિક્ષણ પામેલી સેના નહોતી અને અણીના સમયે સૈનિકોની જરૂર પડતી. આવા પ્રસંગોનો લાભ લેવા કર્નલ જ ેમ્સ સ્કિનર અને કૅ પ્ટન ગાર્ડનર જ ેવા કેટલાક યુરોપિયન યોદ્ધાઓએ પોતાના ખાનગી રિસાલા ખડા કર્યા હતા. તેમણે દેશી સૈનિકોની ભરતી કરી. તેમને આધુનિક શસ્ત્રો અને યુરોપિયન પદ્ધતિનું પ્રશિક્ષણ આપી શક્તિશાળી ઘોડેસવાર સેનાઓ તૈયાર કરી. જ્યારે જ્યારે ગ્વાલિયરના સિંધિયા જ ેવા દેશી મહારાજા કે નાનાં રજવાડાંઓને તેના પાડોશી રાજા સામે યુદ્ધ પોકારવું હોય કે તેમના આક્રમણમાંથી બચવાની જરૂર પડતી ત્યારે તેઓ આ ખાનગી રિસાલાઓને ભારે રકમ આપી તેમને ભાડે રાખતા. આવા ખાનગી રિસાલાઓ સ્થાપનાર યુરોપિયન અફસરોએ છત્રપતિ શિવાજી મહારાજ ે શરૂ કરે લી શિલેદાર પદ્ધતિનું અનુકરણ કર્યું હતું. આ પદ્ધતિ અનુસાર રિસાલામાં ભરતી થવા માગતા સૈનિકે પોતાનો અશ્વ લાવવો પડતો. વળી તેના દાણાપાણીની અને પોતાના ખોરાકની પણ વ્યવસ્થા જ ે તે ઘોડેસવારે કરવી પડતી. બદલામાં તેમને જ ે પગાર મળતો તે પાયદળના સૈનિકો કરતાં અનેકગણો હતો. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ હતો કે સેનાપતિને તેમના સૈનિકો

તથા તેમના અશ્વનાં ખોરાક-પાણીની વ્યવસ્થા કરવી પડતી નહોતી. આમ તેઓ ગમે એટલો ભારે લાગતો હોય એટલો પગાર તેમના સૈનિકોને આપીને છૂટી જતા. સૈનિકોના રસદ (‘સપ્લાય ચેઇન’) અંગેની કોઈ ચિંતા આ અંગ્રેજ સેનાપતિઓને રહે તી નહીં. કંપની સરકારે શરૂઆતમાં કર્નલ સ્કિનર અને કૅ પ્ટન ગાર્ડનરના ખાનગી રિસાલાઓને ભાડે લેવાની શરૂઆત કરી અને તેમને નામ આપ્યું, ‘ઇરે ગ્યુલર કૅ વેલ્રી’. સમય જતાં આ રિસાલાઓને કાયમી ધોરણે અંગ્રેજ સેનામાં ભેળવી દેવામાં આવ્યા.1 અંગ્રેજોના રિસાલાની દરે ક રે જિમેન્ટમાં કમાન્ડિંગ અફસર, એજ્યુટન્ટ હોદ્દો ધરાવનાર સ્ટાફ ઑફિસર, મેડિકલ ઑફિસર અને આઠ ટ્રૂ પ કમાન્ડરના હોદ્દા પર કૅ પ્ટન કે લેફ્ટનન્ટના દરજ્જાના અંગ્રેજ અફસર રહે તા. દરે ક રિસાલામાં કુલ લગભગ ૪૦૦ દેશી સૈનિકો હતા  જ ેમને ‘સવાર’નું નામાભિધાન અપાયું હતું. તેમને આઠ ટુકડીઓમાં વહેં ચવામાં આવ્યા. દરે ક ટુકડી ‘ટ્રૂ પ’ના નામથી ઓળખાતી. સામાન્ય રીતે દરે ક ટ્રૂ પના અંગ્રેજ કમાન્ડરને મદદ કરવા તેના હાથ નીચે જમાદારના હોદ્દા પર દેશી અફસરોની નિમણૂક થતી. દરે ક ટ્રૂ પમાં દફે દાર (હવાલદારના સમકક્ષ), લાન્સ દફે દાર (નાયક) અને ઍક્ટિંગ લાન્સ દફે દાર (લાન્સનાયક) ના પદ પર નૉન-કમિશન્ડ અફસર નીમવામાં આવતા. ઘણી વાર અંગ્રેજ અફસરોની કમી ‌

1. એ સમયે કંપની સરકારે ભરતી કરે લા રિસાલાઓએ હજી પણ ભારતીય સેનામાં કાર્યરત છે! તેમાંની ‘ફર્સ્ટ હોર્સ’ નામની રે જિમેન્ટ હજી પણ ‘સ્કિનર્સ ફોર્સ’ નામે ઓળખાય છે અને ‘સેકન્ડ લાન્સર્સ’ તેમના નામ પાછળ ‘ગાર્ડનર્સ’ લખે છે.

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

55


જાળીનાં ‘એપૉલેટ’ જ ેવાં સુશોભન ઉમેર્યાં. દેશી સૈનિકોના લેંઘાની જગ્યાએ પાટલૂન તથા ઘૂંટણ સુધી પહોંચે એવા ‘હોલ બૂટ’, અને તેમાં ઘોડાને એડી મારવા માટે લોખંડના ‘સ્પર’ જોડ્યા. સૈનિકોનાં બાવડાં પર પદ દર્શાવતી પટ્ટી (‘શેવરોન’) અને અફસરોના ખભા પર સિતારાઓ વપરાશમાં આણ્યાં. ઇરે ગ્યુલર કૅ વેલ્રીના સવારોને અન્ય રિસાલાઓ કે બૅંગાલ નેટિવ આર્મીના સિપાઈઓ કરતાં ત્રણથી ચારગણો પગાર અપાતો. કંપની સરકારની સેનામાં તેમનો મોભો સૌથી વધુ ઊંચો ગણાતો તેથી યુવાનો માટે રિસાલામાં જોડાવું ઘણું ગૌરવભર્યું ગણાતું. રિસાલામાં દાખલ થતી વખતે ભરવી પડતી આસામીની રૂપિયા ત્રણસોથી પાંચસો સુધીની રકમ વીમાના પ્રીમિયમ જ ેવી હતી : લડાઈમાં સૈનિકનો અશ્વ, ઘોડેસવારનાં યુનિફૉર્મ, હથિયાર અને ઘોડાને નુકસાન પહોંચે તો તેની અવેજીમાં નવો ઘોડો અથવા હથિયાર આપવા આ રકમનો ઉપયોગ કરવામાં આવતો. આસામીની રકમ તે જમાનામાં ઘણી ભારે ગણાતી, તેથી કંપનીના અશ્વદળમાં ભરતી થવા કેવળ જમીનદાર, ધનાઢ્ય અને પરં પરાગત સૈનિક પરિવારમાંથી યુવાનો જતા.

હોવાથી ટ્રૂ પ કમાન્ડરની જગ્યા પર જમાદાર અથવા સૂબેદાર કક્ષાના દેશી અફસરોની નિમણૂક થતી. તે સમયે રિસાલામાં ૪૦% સૈનિકો દક્ષિણ અવધ અને પશ્ચિમ બિહારના ‘પૂરબિયા’ નામથી ઓળખાતા બ્રાહ્મણો, ચાલીસ ટકા મુસ્લિમો અને બાકીના વીસ ટકા સવાર રાજપૂત, આહિર અને અન્ય જાતિઓમાંથી લેવાતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની ‘ઇરે ગ્યુલર કૅ વેલ્રી’ને આવી ‘શિલેદાર’ પદ્ધતિમાં ઢાળી; જોકે તેના બંધારણમાં સહે જ ફે રફાર કર્યો. ઇરે ગ્યુલર કૅ વેલ્રી રે જિમેન્ટના દેશી અફસર અને સવારો માટે અંગ્રેજી કૅ વેલ્રી જ ેવાં હથિયાર આપી તેમને અપાતાં પ્રશિક્ષણ અને કવાયતમાં એકસૂત્રતા આણી. દેશી રિસાલાના અફસર અને સૈનિકોના ગણવેશમાં આમૂલાગ્ર ફે રફાર કર્યો. બ્રિટિશ કૅ વેલ્રી પદ્ધતિનાં ખમીસ અને જૅકેટની જગ્યાએ દેશી રિસાલાઓમાં અચકન અને પહે રણ એવા બે જુ દા પોશાકની જગ્યાએ મોગલ અને અવધના સરદારો પહે રતાં તેવું ‘અલ્ખલક’ નામનું જાડા કાપડનું પહે રણ અપનાવ્યું. દરે ક રે જિમેન્ટે પોતાના સૈનિકો માટે વિશેષ રં ગનું વસ્ત્ર બનાવ્યું, જ ેમાં અંગ્રેજ રિસાલાઓના ગણવેશના પટ્ટા, ટાઈ, ખભા પર ‘ચેઇન મેઇલ’ એટલે લોખંડની

56

[ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


સ્વકીય મુદ્રાવાળી હાસ્યરચનાઓ રતિલાલ બોરીસાગર

એકવીસમી સદીનો પહે લો દાયકો ગુજરાતી ક્રિશ્ના ગાંધી, અલ્પા શાહ, જિગીષા ત્રિવેદી હાસ્યસાહિત્ય માટે શુકનિયાળ નીવડ્યો છે. સદીના પ્રારં ભથી જ કેટલીક નવી સશક્ત કલમો હાસ્યક્ષેત્રે — ખાસ કરીને હાસ્યનિબંધના ક્ષેત્રે સક્રિય થઈ. એ પહે લાં વીસમી સદીના એકેય દાયકામાં ગુજરાતી હાસ્ય-સાહિત્યના ક્ષેત્રે એકસાથે આટલા નવા સર્જકોનો ઉદય થતો જોવા મળ્યો નહોતો! એકવીસમી સદીના પ્રારં ભે ગુજરાતી હાસ્ય-સાહિત્યના ક્ષેત્રે એક અન્ય નોંધપાત્ર બાબત પણ જોવા મળી. દાયકાના પ્રારં ભે જ ે નવી કલમો હાસ્ય-રચના-ક્ષેત્રે સક્રિય થઈ, એમાં બહુમતી કલમો નારીસર્જકોની છે! આ તો પહે લાં એકેય દાયકામાં આવું બન્યું નહોતું. વીસમી સદીમાં તો હાસ્યલેખકો જ ગણ્યાગાંઠ્યા — એમાં સ્ત્રીસર્જકોનું પ્રમાણ તો નગણ્ય કહે વાય એવું હતું. કોઈ નામ સરતચૂકથી રહી જશે એવા ડર સાથે કેટલાંક નામો ગણાવું : સ્વાતિ મેઢ, અરુણા જાડેજા, ચંદ્રિકા પંડ્યા, રિદ્ધિ દેસાઈ, નલિની ગણાત્રા, કલ્પના દેસાઈ, પલ્લવી મિસ્ત્રી, મંજુલા ગાડીત,

p. 170 | 6" x 6" | ૱ 150

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

વગેરે વગેરે વગેરે… મહિલાસર્જકો —ગંભીર પ્રકારનું લખતાં કે હળવા પ્રકારનું લખતાં બધાં મહિલાસર્જકોની બાબતમાં એક હકીકત સર્વસામાન્ય છે. પુરુષસર્જકોમાંથી મોટા ભાગના — કદાચ બધા સાંસારિક જવાબદારીઓમાંથી મુક્ત હતા, મુક્ત છે! (‘મુક્ત હશે’ એવું કહે વાનું, આગમનાં એંધાણ જોતાં મુશ્કેલ છે!) જોકે ‘સત્યના પ્રયોગો’ કરીને કહે વું હોય તો આ સૌ પુરુષસર્જકોને સાંસારિક જવાબદારીઓ ઉઠાવવાની આવી જ નહોતી કે આવતી જ નથી! બસ, નોકરી કે વ્યવસાય જ ે કરતા હોય એ સિવાય મોટા ભાગના — કદાચ બધા — પુરુષસર્જકો સળી ભાંગીને બે ન કરનારા હતા ને છે! હં ુ તો નામો આપીને કહી શકું એમ છુ ,ં પણ આ વિભાગમાં ગૌરવપૂર્વક સમાવેશ પામવાની યોગ્યતા ધરાવતા કેટલાક — હં ુ વ્યક્તિગત રીતે ન ઓળખતો હોઉં એવા — પુરુષસર્જકોને અન્યાય થાય! (અલબત્ત, મારું પોતાનું નામ આમાં અગ્રતાક્રમે આવે એટલું કબૂલી લઉં!) આ પરિપ્રેક્ષ્યમાં નારીસર્જકોનાં હળવાં કે ગંભીર સર્જનોને મૂલવીએ તો, અનેક પ્રકારની સાંસારિક જવાબદારીઓ સાથે આ નારીસર્જકોએ જ ે ગજુ ં બતાવ્યું છે તે કાબિલેદાદ છે! ગુજરાતી હાસ્યસાહિત્યના ક્ષેત્રે એક મહિલાસર્જકનું નામ આ પુસ્તક …ત્યારે લખીશું શું? થી ઉમેરાય છે : શિલ્પા 57


દેસાઈ! આ ઘટનાને હં ુ સાનંદ આવકારું છુ .ં આપણે ત્યાં કોઈ પણ લેખકે વર્તમાનપત્રોમાં કે સામયિકોમાં ગમે તેટલું ઊંચી ગુણવત્તાવાળું લેખનકાર્ય કર્યું હોય તોપણ લેખકોની નાતમાં એમને (શ્રી પ્રકાશ ન. શાહ જ ેવા જૂ જ અપવાદો બાદ કરતાં) પ્રવેશ મળતો નથી. શિલ્પાબહે નનું પુસ્તક અત્યારે પ્રસિદ્ધ થાય છે, પણ આ પુસ્તકના લેખો અગાઉ મુંબઈ સમાચારની ‘મહિલાપૂર્તિ’માં તેમજ ‘khabarchhe.com’ નામની વેબસાઇટમાં પ્રસિદ્ધ થઈ ચૂકેલા છે ને વાચકોનો ઉમળકાભર્યો આવકાર પણ આ લેખોને મળ્યો છે, પણ, …ત્યારે લખીશું શું? પુસ્તકથી શિલ્પાબહે નનો હાસ્યલેખકોની ટૂ કં ી — અતિટૂ કં ી જ્ઞાતિમાં વિધિસરનો પ્રવેશ થયો ગણાશે! સાહિત્યસર્જન અંગેની મારી એક થિયરી છે (જ ેને મોટા ભાગના સિનિયર સર્જકોએ માન્ય કરી નથી!) : અમુકતમુક જમીન અમુકતમુક પાક માટે વિશેષ ઉપજાઉ હોય છે. આપણા દેશના જુ દા જુ દા ભાગો જુ દી જુ દી ફસલ માટે જાણીતા છે. એક જ પ્રદેશમાં — જ ેમ કે ગુજરાતમાં કેસર કેરી માટે જૂ નાગઢ કે વલસાડ વિશેષ જાણીતાં છે. એ જ નિયમ સાહિત્યસર્જનને પણ લાગુ પડે છે. કયું સાહિત્યસ્વરૂપ પોતાને માટે વિશેષ સહજ સાધ્ય છે એ જ ે તે સર્જકે ખોળી કાઢવું પડે છે. અલબત્ત, રવીન્દ્રનાથ ટાગોર કે ઉમાશંકર જોશી જ ેવા મોટા ગજાના સર્જકોએ સાહિત્યની વિવિધ વિધાઓમાં સર્જનકાર્ય કર્યું છે; તેમ છતાં, રવીન્દ્રનાથ ટાગોર કે ઉમાશંકર જોશીને આપણે કવિ તરીકે જ પિછાનીએ છીએ. સર્જક પોતે જ 58

પોતાનો ‘સ્વધર્મ’ ખોળી કાઢે તો એને આમતેમ ઓછુ ં ભટકવું પડે; પરં તુ, એવું ભાગ્યે જ બને છે! વિનોદ ભટ્ટે સર્જનકાર્યનો પ્રારં ભ કરુણરસની વાર્તાઓથી કર્યો હતો. જૂ ની પેઢીના ગણનાપાત્ર હાસ્યલેખક જદુરાય ખંધેડિયાએ એમને હાસ્યલેખન તરફ વાળ્યા હતા. આ લખનારે પણ ટૂ કં ી વાર્તાના લેખક તરીકે સ્થાપિત થવાનો મનોરથ સેવી પ્રારં ભમાં ગંભીર — મોટે ભાગે કરુણરસની — વાર્તાઓ લખી હતી, પણ ચાંદની (સં. અશોક હર્ષ) અને આરામ (સં. પીતાંબર પટેલ)માં છપાયેલી મારી હાસ્યરચનાઓ વાંચી હાસ્યકાર, વાર્તાકાર, વિવેચક ને ચિંતક એવા સ્વ. રમણલાલ પાઠકે મને હાસ્યસાહિત્યના ક્ષેત્રે જ કામ કરવાની સલાહ આપી હતી; જ ેનો મેં થોડો મોડો અમલ કર્યો. આ પુસ્તકમાં લેખિકામાં હાસ્યલેખનની શક્તિ છે તે આપણા સમર્થ હાસ્યલેખક બકુલ ત્રિપાઠીએ શોધી કાઢેલું. બકુલભાઈમાં પરં પરાથી ફં ટાઈને અલગ પ્રકારની ‘નિર્બંધિકા’ સર્જવાની શક્તિ છે તે વરિષ્ઠ પત્રકાર સ્વ. નિરુ દેસાઈએ શોધી કાઢ્યું હતું!, ‘ગૂજરાત વિદ્યાપીઠ’માં પત્રકારત્વના અભ્યાસ-સમયે જાણીતા ફિલ્મઅભિનેતા સંજય દત્તને ‘AK47’ મામલે સજા થયેલી એના અનુસંધાને કોર્સ-કોઑર્ડિનેટર સ્વ. બકુલ ત્રિપાઠીએ સંજય દત્તની કાલ્પનિક મુલાકાત લખવા આપેલી. લેખિકાએ તો ઘણી ગંભીરતાથી એ ‘મુલાકાત’ વર્ણવેલી, પણ એમાં રહે લા હાસ્યના બૌદ્ધિક ચમકારાથી પ્રભાવિત થઈને બકુલ ત્રિપાઠીએ એ લેખનને હળવી શ્રેણીના લેખન તરીકે પ્રમાણ્યું હતું. હાસ્યલેખન તરફ વળવા માટેનો આ પહે લો ધક્કો! આ કારણે હાસ્યલેખનની પોતાની [ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


શક્તિનો લેખિકાને અહે સાસ થયો. દુઃખને હસી કાઢવાની વૃત્તિ ને શક્તિનો વારસો લેખિકાને એમના પપ્પા સ્વ. તુષાર ભટ્ટ (ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના પૂર્વતંત્રી અને વરિષ્ઠ પત્રકાર તુષાર ભટ્ટ) પાસેથી મળ્યો હતો. આ કારણે લેખિકા પહે લાં હળવા વાચન તરફ અને પછીથી હળવા લેખન તરફ વળ્યાં. પણ, મેં આગળ લખ્યું છે તે પ્રમાણે સાંસારિક જવાબદારીઓની સ્ત્રીસર્જકોના લેખનકાર્ય પર અસર પડે જ છે. પણ, પરિવારમાં સાહિત્ય અને કળાનું વાતાવરણ — એટલે લેખિકાનું હાસ્યસાહિત્યનું વાચન ચાલુ રહ્યું. કોઈ પણ સાહિત્યસ્વરૂપના સર્જનમાં સર્જકને વાચનનો લાભ મળતો જ હોય છે (પન્નાલાલ પટેલ જ ેવા સર્જકો આમાં અપવાદ હોઈ શકે.), પરં તુ હાસ્યસાહિત્યના સર્જનમાં વિશાળ વાચન ઘણો ભાગ ભજવે છે. લેખિકાનો વાચનયજ્ઞ ચાલતો જ હતો, એમાં સોશિયલ મીડિયાનો યુગ આવ્યો. ફે સબુકમાં આવતાં સાહિત્યિક લખાણોની ગુણવત્તાની ઘણી ટીકા થાય છે; તેમ છતાં, અનેક નવલોહિયા સર્જકોની સિસૃક્ષા માટે ફે સબુકનું માધ્યમ ઉપકારક નીવડ્યું છે એમાં શંકા નથી. ફે સબુકને કારણે સાહિત્યસર્જનમાં ભરતી આવે એની ચિંતા કરવાની જરૂર નથી; કારણ કે, આખરે તો સત્ત્વશીલ સાહિત્ય જ ટકે છે. પણ મુખ્ય વાત ફે સબુક દ્વારા કેટલીક તેજસ્વી કલમોને વાચા મળી છે એ છે. અગાઉ નવી પેઢીના સર્જકોને પોતાનું સ્થાન મેળવવામાં ઘણી તકલીફ પડતી. હવેની પેઢીને એવી તકલીફ નથી ભોગવવી પડતી. ફે​ે સબુક પરની રચનાઓમાં સત્ત્વ હશે તો સામયિકોના સંપાદકો ને વર્તમાનપત્રોના તંત્રીઓ સામેથી

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

ઇજન આપવાના! આ લેખિકાના ફે સબુકનાં સર્જનોને કારણે મુંબઈ સમાચાર જ ેવું વર્તમાનપત્ર અને ‘khabarchhe.com’ જ ેવું સોશિયલ મીડિયાનું માધ્યમ એમને માટે સુલભ બન્યાં અને એ માધ્યમ દ્વારા જ ે હાસ્યરચનાઓ પ્રગટ થઈ તે હવે …ત્યારે લખીશું શું? પુસ્તક દ્વારા આપણને મળી રહી છે. સાહિત્યના કોઈ પણ યુગમાં નવી પેઢીના સર્જકોને જૂ ની પેઢીના સર્જકોની હૂંફની જરૂર પડે છે. આવી હૂંફ સમયે સમયે દરે ક પેઢીને મળતી રહી છે, પણ, એમાંયે ગુલાબદાસ બ્રોકર કે વિનોદ ભટ્ટ જ ેવા લેખકોએ નવી પેઢી તરફ જ ે ઉમળકો બતાવ્યો હતો એ દૃષ્ટાંતરૂપ ગણાય તેવો હતો. લેખિકા લખે છે : ‘ફે સબુક પરના લેખો અંગે મિત્રોના પ્રતિભાવ અને પ્રતિસાદ પછી સ્વાભાવિક રીતે જ આપણે કોઈ છાપાં-મૅગેઝિનમાં કૉલમ લખવી છે એવી એષણા જાગી. એ જ અરસામાં હાસ્યલેખક સ્વ. વિનોદ ભટ્ટને મળવાનો યોગ સર્જાયો. આ યોગ આશીર્વાદ બનવાનો હતો એવી જરા પણ કલ્પના નહીં. ત્રણ લેખ એમને વાંચવા આપ્યા. લેખ વાંચતાં પહે લાં એમણે અગાઉનો પોતાનો એક અનુભવ જણાવ્યો. હાસ્યલેખનના ક્ષેત્રે કલમ ચલાવવા ઇચ્છતા એક ભાઈને એમણે (વિનોદભાઈએ) કલમને બદલે રિક્ષા ચલાવવાની સલાહ આપેલી! એ ભાઈએ સલાહ માની અને રિક્ષા ચલાવી. એને પરિણામે એમને ત્યાં ત્રણ ટૅક્સી પણ આવી ગઈ છે.’ મેં જવાબમાં જણાવ્યું કે આ લેખ વાંચી મારે રિક્ષા લેવી કે તમારી પાસે દીક્ષા લેવી એ કહે જો. તમે જ ે કહે શો એ હં ુ માની લઈશ. બે દિવસ પછી એમનો ફોન આવ્યો કે મારે રિક્ષા લેવાની જરૂર 59


નથી. હં ુ ઇચ્છું ત્યારે એમને મળી શકું અથવા રૂબરૂ મળવા જઈ શકું! વિનોદભાઈ યુવા પેઢીના દરે ક લેખકને મદદ કરતા; પણ, કોરો ચેક તો રચનાઓમાં સત્ત્વ જુ એ એમને જ આપતા. શિલ્પાબહે ન વિનોદભાઈ જ ેવા કડક પરીક્ષકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં છે. વિનોદભાઈ જો આજ ે હયાત હોત તો એમણે જ આ પુસ્તકની પ્રસ્તાવના લખી હોત! આપણે ત્યાં વર્તમાનપત્રોની કૉલમમાં છપાતી રચનાઓ અંગે બહુ ઉમળકો દેખાડવામાં આવતો નથી. વર્તમાનપત્રોમાં લખવાથી પ્રસિદ્ધિ મળે, પણ પ્રતિષ્ઠા તો સાહિત્યિક સામયિકોમાં લખવાથી જ મળે એવું એક સમયે મનાતું હતું. કૉલમો પ્રત્યેનો છોછ હવે થોડો ઓછો થયો છે. સાહિત્યિક ગુણવત્તાવાળી રચનાઓ કૉલમો દ્વારા પણ મળી છે એટલે હવે કૃ તિઓ મૂલવવાના માપદંડ અવશ્ય બદલાયા છે. શિલ્પાબહે નના આ પુસ્તકમાં સમાવિષ્ટ રચનાઓ સાહિત્યિક સામયિકોમાં છપાતી રચનાઓ જ ેવી જ ઊંચી ગુણવત્તાવાળી છે એની વાચકોને ખાતરી થશે. શિલ્પાબહે નની આ રચનાઓમાંથી પસાર થનારા સહૃદય વાચકોને ખ્યાલ આવશે કે આ રચનાઓ લેખિકાની સ્વકીય મુદ્રાવાળી રચનાઓ છે. હાસ્યનિબંધ કે નિર્બંધિકાના પરં પરાગત સ્વરૂપથી ઊફરા ચાલીને, એમણે આ નિબંધો સર્જ્યા છે. એક વિશિષ્ટ પ્રકારની રમતિયાળ શૈલીની આ હાસ્યરચનાઓ છે. ગંભીર કે હળવા કોઈ પણ પ્રકારની રચનાઓમાં પોતીકી શૈલીનું નિર્માણ કરવું એ ઘણી મોટી વાત છે. આનો અર્થ એ નથી 60

કે પરં પરાગત સ્વરૂપમાં ઉત્તમ હાસ્યરચનાઓ નથી સર્જાઈ કે નથી સર્જાતી. પણ, સર્જકની આગવી મુદ્રા ધરાવતી શૈલીનું આગવું મહત્ત્વ તો છે જ! શિલ્પાબહે નની આ હાસ્યરચનાઓનું ગોત્ર શોધવું હોય તો રમણભાઈ નીલકંઠ કે જ્યોતીન્દ્ર દવેના હાસ્યનિબંધોમાં ન જડે; એમની હાસ્યરચનાઓ ‘સ્વૈરવિહારી’ (રા. વિ. પાઠક)ના ગોત્રની છે. ‘સ્વૈરવિહારી’ના નિબંધો જ ેવો સ્વૈરવિહાર આ નિબંધોમાં દેખાય છે. એટલે જ આ નિબંધો ખડખડાટ હાસ્યના નિબંધો નથી, પણ વાચકો સતત મરક મરક હસતાં રહે એ પ્રકારના આ હાસ્યનિબંધો છે. આવા નિબંધો સર્જવાનું આસાન નથી એટલું આ ક્ષેત્રના અનુભવી જણ તરીકે મારે કહે વાનું છે. આ પુસ્તકના હાસ્યનિબંધોમાં વૈવિધ્ય ઘણું છે. રોજબરોજના જીવનનો જ પડઘો આ નિબંધોમાં છે, આધુનિક જીવનની સંકુલતા અહીં આલેખાઈ છે; પણ, અગાઉ ઉપયોગમાં લેવાયેલા વિષયોને લેખિકા ભાગ્યે જ અડ્યાં છે. એકવીસમી સદીના ગુજરાતી જનજીવનનું પ્રતિબિંબ અહીં આગવી રીતે ઝિલાયેલું છે. અન્ય સ્ત્રીસર્જકોની જ ેમ શિલ્પાબહે નના હાસ્યનિબંધો બીજા પુરુષ-હાસ્યલેખકોના હાસ્યનિબંધોથી જુ દા પડે છે — તે દાંપત્યજીવનના આલેખનમાં! સ્ત્રીસર્જકો પતિના પાત્રના આલેખનથી હાસ્ય નિષ્પન્ન કરે છે ને પુરુષસર્જકો પત્નીના પાત્રના આલેખન દ્વારા હાસ્યનિષ્પત્તિ સાધે છે એમાં ખાસ્સો ફે ર જોવા મળે છે. રિદ્ધિ દેસાઈ, નલિની ગણાત્રા, પલ્લવી મિસ્ત્રી, કલ્પના દેસાઈ કે ક્રિશ્ના ગાંધી (ક્રિશ્ના ગાંધીના તો બધા [ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


જ લેખો પતિકેન્દ્રી છે!) પોતાના પતિના પાત્રને હાસ્યનું ભાજન બનાવે છે તેમાં પતિના પાત્રને સહે જ ે નીચું પડવા નથી દેતાં! આ લેખિકાઓનાં નિરૂપણમાં પતિની નબળાઈઓનું આલેખન જરૂર હોય છે, પણ એમાં ક્યાંય ને ક્યારે ય પતિની ગરિમાને હાનિ નથી પહોંચતી. શિલ્પા દેસાઈની આ રચનાઓમાં પણ પતિ વિશે જ ે લખાયું છે તેમાં ક્યાંય પતિના ગૌરવને ક્ષતિ નથી પહોંચતી. ‘મી ટુ’ (Me Too) હાસ્યનિબંધ તો પતિ વિશે જ છે. પણ, આ નિબંધમાં પ્રસન્ન દાંપત્યની મહે ક અનુભવાય છે. પુરુષ-હાસ્યલેખકો જ ે નથી કરી શક્યા તે હાસ્યરસનાં નારીસર્જકો સહજતાથી કરી શકે છે એનું એક વિશેષ ઉદાહરણ શિલ્પાબહે નની હાસ્યરચનાઓમાં મળે છે. સામે પક્ષે પુરુષસર્જકોની હાસ્યરચનાઓમાં પત્નીના પાત્રનું વિશિષ્ટ વ્યક્તિત્વ ભાગ્યે જ જોવા મળે છે. પુરુષહાસ્યલેખકોની હાસ્યરચનાઓમાં પત્ની મોટે ભાગે એકસરખી હોય છે. આ રચનાઓમાં કેટલીક વાર, — કેટલીક વાર નહીં, — ઘણી વાર — પત્નીના પાત્રના ભોગે હાસ્ય નિષ્પન્ન થતું જોવા મળે છે. આ ગુણાત્મક તફાવત તરફ બહુ ધ્યાન નથી ગયું. પણ, આજ ે એક પુરુષ-હાસ્યલેખક વાચકોનું એક તરફ ધ્યાન દોરે છે! આ સંગ્રહનો ‘મી ટુ’ નિબંધ આ દૃષ્ટિએ જોવા જ ેવો છે. ‘મી ટુ’ નિબંધ એક બીજી દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. ‘હાસ્ય’ અને ‘કરુણ’ બંને રસની કૃ તિઓનો સ્રોત એક જ હોય છે : પીડા.

વિશ્વવિખ્યાત હાસ્યલેખક માર્ક ટ્વેનનું વાક્ય છે : ‘Secret source of humour is sorrow, not joy’ — ‘પીડા’ની માત્રા વધુ હોય ત્યારે કરુણરસની કૃ તિ સર્જાય, ‘પીડા’ની માત્રા અલ્પ પ્રમાણમાં હોય ત્યારે હાસ્યરસની કૃ તિ સર્જાય. ‘મી ટુ’માં ગૃહિણીની હળવી પીડાનું હાસ્યરસિક આલેખન થયું છે. ‘મી ટુ’ — આ બે શબ્દોમાં સ્ત્રીની ઘેરી પીડાનો પડઘો સંભળાય છે. અહીં સ્ત્રીની ગૃહજીવનની હળવી પીડાઓનું હાસ્યરસિક વર્ણન કરીને પ્રસન્નમધુર દાંપત્યની હળવી કૃ તિ લેખિકાએ સર્જી બતાવી છે. આવી રચના સર્જવાનું આસાન નથી એમ લેખિકાની આગળની પેઢીના હાસ્યલેખક તરીકે મારે કહે વું છે. કૉલમ હાસ્યની હોય કે ગંભીર — લખાણ પૂરું થયા પછી છેડ ે લટકણિયા જ ેવું લખાણ મૂકવાની પ્રથા રૂઢ બનતી જાય છે. પણ, કૉલમના લેખો પુસ્તક રૂપે સંગૃહીત થાય ત્યારે પણ એ જ રીતે નિબંધના છેડ ે મૂકવાથી નિબંધનું સ્વરૂપ જોખમાય છે એવું મને લાગ્યું છે. એટલે આ હળવાં લટકણિયાં પરિશિષ્ટ રૂપે પુસ્તકના છેડ ે મૂકવાનું સૂચન મેં લેખિકાને કર્યું છે — અલબત્ત, છેવટનો નિર્ણય કરવાનો લેખિકાનો હક અબાધિત રાખ્યો છે. આ લટકણિયાં લેખને છેડ ે મુકાય કે પરિશિષ્ટ રૂપે મુકાય — વિટનાં સુંદર ઉદાહરણો બની રહે શે એમાં મારા મનમાં સહે જ ે શંકા નથી. હાસ્યલેખનના ક્ષેત્રે લેખિકાનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે એવી શુભેચ્છાઓ પાઠવું છુ .ં 

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

61


અવાજોની બંદિશો જનક ત્રિવેદી

આગળની નોંધમાં એક શબ્દ પ્રયુક્ત થયો મોટો હિસ્સો રૉબિન્સન ક્રૂઝોની જ ેમ પસાર છે — ‘અવાજ’. અવાજોની એક વિશિષ્ટ દુનિયા છે — રેલવે. આંખો ખૂલી રાખી માત્ર જોયા કરો તો અહીં અનોખાં દૃશ્યોનો કોઈ પાર નથી. એમ આંખો બંધ રાખી માત્ર કાન સરવા રાખી સાંભળતા રહો તો અવાજોની એક અનોખી દુનિયા તમારા ચિત્તમાં ખડી થાય. દૃશ્યો અને અવાજોએ રે લવેને અન્યથી અલગ માહોલ રચી આપ્યો છે, સૌને સમાન રીતે ઉપલબ્ધ વાતાવરણ. ફુરસદ અને મન હોય તો કોઈ પણ સ્ટેશનના પ્લૅટફૉર્મ પરના બાંકડે બેસી જાઓ તો સમય ક્યાં પસાર થઈ જાય તેની સરત ન રહે . અમદાવાદ સરખા ગંજાવર રે લવેસ્ટેશનનાં પ્લૅટફૉર્મ પર કલાકોના કલાક મેં આ રીતે માણ્યા ને પસાર કર્યા છે, તો સણોસરી, ભાડેર, કાંસિયાનેસ અને દેલવાડા સરખાં વેરાન અથવા હર્યાંભર્યાં પણ માનવવિહોણાં સ્ટેશનો પર મેં જિંદગીનો

p. 144 | 6.25" x 9.25" | ૱ 180

62

કર્યો છે. નીરવ એકાંતની ક્ષણોમાં ચિત્તના ટ્રેક પર અંકિત અવાજોની એ બંદિશો રણઝણી ઊઠે છે ને તેની પાછળ દૃશ્યોની વણજાર સ્મૃતિપટ પર પસાર થાય છે. નિર્જન ટાપુ સરખા સણોસરી સ્ટેશને મેં પ્રથમ વાર પગ મૂકેલો ત્યારે હં ુ ડઘાઈ ગયેલો. મેં કૉમરે ડ બબેલેને કહે લું, ‘દાદા, હમ લોગોં કે હી નસીબ મેં ઐસે ભયાનક સ્ટેશન ક્યોં લિખે હૈં ? અચ્છે સ્ટેશન ક્યૂં નહીં?’ બબેલેએ કહે લું, ‘હાં, યહી નિયતિ હૈ હમારી, કૉમરે ડ! લેકિન તુમ ભૂલતે હો કિ યહ ભયાવહ હૈ . રૌદ્ર હી સુંદર હૈ . દેખો, યહાં સબ ખૂલા હૈ , ખૂલા આસમાં, ખૂલી પહાડિયાં, સનસનાતી ખૂલી હવા, ખૂલી બહતી નદી, ચિડિયોં કી આઝાદ ચહચહાટ… ખૂલા સન્નાટા… સબ ખૂલા ઔર આઝાદ! … અચ્છે સ્ટેશન?!’ બોલતાં એ ખુલ્લાશથી હસી પડ્યા હતા, ‘જિસે તુમ અચ્છે સ્ટેશન કહતે હો વો તો પૂંછ હિલાને વાલે કુત્તોં કો મિલતે હૈં , કૉમરે ડોં કે લિયે તો યહી સત્યમ્, શિવમ્, સુન્દરમ્ હૈ , સમજ ે?’ તે પછી જિંદગીમાં પ્રથમ વાર મેં ત્યાં ઘોર અંધકારમાં સન્નાટાનો અવાજ મહે સૂસ કરે લો. એ મારા બહે તરીન દિવસો હતા. બદલાતા પરિવેશ મુજબ કેટલાક અવાજો નામશેષ થયા છે, તો કેટલાકમાં પરિવર્તન આવ્યાં છે. સ્ટીમ એન્જિનનું છુ કભુક અને તેની વ્હિસલનો અવાજ હવે પરીકથા બની ગયાં છે. આસપાસમાં લોકોશેડ છે તેની [ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


એંધાણી આપતો વધારાની વરાળ છોડવાનો અવાજ હવે ભૂતકાળ બની ગયો છે. એ જ રીતે વૉટરકૉલમ નીચે પાણી ભરવા લઈ જવાતું એન્જિન થોભાવવા તથા પાણીનો ધોધ બંધ કરવા ફાયરમૅનનો ‘હોઓ… ઓ… ઓપ’ અવાજ અને પાણીનો ધોધનો ખળખળાટ હવે ક્યારે ય સાંભળવા નહીં મળે… આ અવાજો ફિલ્મોમાં, નિબંધોમાં, વાર્તાઓમાં ને કવિતામાં દસ્તાવેજ બની ગયા છે. પરં તુ જ ે બચ્યા છે તે પણ ઓછા રોમાંચક અને દિલચસ્પ નથી. ટ્રેન સ્ટાર્ટ થવાની વ્હિસલ (હવેનાં ડીઝલ એન્જિનની વ્હિસલ વગડી વગડીને ઘોઘરી બની ગઈ છે — કોઈ કવ્વાલના અવાજની જ ેમ.), ગાર્ડની સીટી, (…‘ગાર્ડબાબુ ગાર્ડબાબુ… સીટી ના બજાના…) ગાડીની લાઇન થયાના, છૂટ્યાના કે ઊપડવાના સાંધાવાળાએ વગાડેલા પિત્તળના ઘંટના ડંકા… (પરં તુ ભગવતસિંહજીબાપુના વખતના, સ્ટેશન ઑફિસની સામે જ લટકાવેલા રહે તા, ભારે ખમ મોટા ચકચકિત પિત્તળના ઘંટ ક્યાં અલોપ થઈ ગયા! ચોરોના સરદારોએ વેચી ખાધા, બીજુ ં શું!) ઘંટને બદલે રે લનો ટુકડો કોણે ટીંગાડી દીધો? એના ડંકા પણ હવે માત્ર બ્રાન્ચ લાઇનોનાં નાનાં સ્ટેશનો પર જ સાંભળવા મળે છે. અસંખ્ય ગાડીઓનાં આવાગમનવાળાં વિશાળ સ્ટેશનોમાં હવે લાઉડસ્પીકર દ્વારા ઍનાઉન્સ થાય છે. સ્ટેશનમાસ્તરના હુકમોના ઘાંટા, સિગ્નલ લિવર ખેંચવાના તથા સાંધા ફે રવવાના અવાજો… (પૅનલ સિસ્ટમ અને કલર લાઇટ સિગ્નલ આવતાં સ્ટેશનમાસ્તર, પૉઇન્ટ્સ અને સિગ્નલ મૂંગાં બની ગયાં છે.)… પાર્સલ ચડાવતા-ઉતારતા હમાલોના હોકારા-પડકારા,

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

ચા-ફરસાણના સ્ટૉલવાળા ચલતા પુરજા છોકરાઓનાં ગળાંમાંથી ખાસ લહે જામાં વહે તા કાનફાડ અવાજો — ‘…ગરમાગરમ ભજિયાં બોલો ભાય’ અને ‘…ચાય્ય બોલો ભાય, મસાલેદાર ચાય્ય’, ડબ્બામાં મુસાફરોને અગવડમાં મૂકતા. પોલીસ, ટિકિટચેકરોની મહે રબાની તળે ગેરકાયદે સિંગ-ચણા અને પ્યાજ-નિંબુવાળી દાળ વેચતા ફે રિયાઓના અવાજો, ગાડીમાંથી ઊતરતા મુસાફરોના કચવાટ અને સામે ચડવા ઘાંઘા થયેલાઓનો વીરતાભર્યો ઘોંઘાટ, ટિકિટબારીએ ટિકિટ લેતા પ્રવાસીઓ અને બુકિંગ ક્લાર્ક વચ્ચેની છુ ટ્ટા પૈસા માટેની રકઝકો, ડીઝલ એન્જિનના ઘુરકાટ, ગાડીમાંથી ઊતરે લા મુસાફરોને આકર્ષતા ઘોડાગાડીવાળાઓના અવાજો, પાસ થ્રૂ જતી ગુડ્ઝટ્રેનનાં પૈડાં અને સખળડખળ પુરજાઓનો ખખડાટ, પાટાઓના પ્રતિધ્વનિ, સ્ટેશનમાસ્તરની ઑફિસમાંથી સંભળાતા બ્લૉક ઇન્સ્ટ્રુ મેન્ટના બેલ, તારના સંચાનો મંદ કટકટાટ (આધુનિક પેઢીએ તારના સંચાઓ જોયા નથી.), સિગ્નલ ઉપાડવાના ધડાકા (એ બધું હવે મહાનગરોનાં સ્ટેશનો પર ચૂપચાપ થાય છે — ફક્ત થોડાં બટન દબાવવાથી.), ભજિયાંની ચટણીવાળા કાગળના ડૂ ચાઓ માટે ઝઘડતી કાબરોનો કલબલાટ, બેખબર મુસાફરના હાથમાંથી ભજિયાંનાં પડીકાંની ચીલઝડપ કરવાની તાકમાં ઊડતી સમડીઓની ચિચિયારીઓ (વીરમગામ જંક્શનના આકાશમાંથી સમડીઓ હવે અદૃશ્ય થઈ ગઈ છે!), સ્ટેશનબિલ્ડિંગના છાપરે વસતા પોપટના અવાજ… અને આગમનના ‘હર્ષોદ્ગાર’ વળાવવા આવેલાઓના ભાવસભર આર્દ્ર શબ્દો… ‘કાગળ લખજ ે’… ‘તબિયત 63


સાચવજ ે’… ‘ડાહ્યો કે ડાહી થઈને રહે જ ે’ની શિખામણો — સલાહસૂ ચ નો— ભલામણો અને… કોઈ કોઈ આંખોના મૂંગા સંવાદો અને વિદાયનાં ડૂ સકાંઓ… અવાજો, અવાજો અને અવાજો. અવાજોના માહોલનો હે લારા દેતો એક દરિયો. નાના-મોટા, ધીમા, દબાયેલા અવાજોની ઝરમર, વાછટ, બુદં ાબાંદી, વરસાદ, હે લી, ઊમડતાં પૂર અને સમુદ્ર. ચૂપચાપ સરકતાં ઇલેક્ટ્રિક એન્જિનને ખુદને કોઈ અવાજ નથી. ક્યારે ક વ્હિસલનો ખાલી બોદો અવાજ કાઢે છે. તે સિવાય ચૂપચાપ આવે છે અને દ્રુત ગતિએ ચાલ્યાં જાય છે. નાનાં રોડસાઇડ સ્ટેશનોએ લોકલ ગાડી મિનિટ પૂરતી થોભે છે ત્યારે થોડા મુસાફરો અને કર્મચારીઓના અવાજથી સ્ટેશન ઘડીભર જીવંત બની જાય છે. ગાડી જાય અને ફરી બધું અલસ નિદ્રામાં સરી પડે છે. ફરી ઘેનભર્યો સન્નાટો છવાઈ જાય છે. સ્ટેશનમાસ્તર ને સાંધાવાળા પોતપોતાના માળામાં ચાલ્યા જાય છે. અગાધ શાંતિમાં ફરી પંખીઓના કલરવ અને વૃક્ષોમાંથી વહે તી હવાની સરસરાહટની ધીમી સિમ્ફની બજતી રહે છે. જળમાં ક્ષણભર ઊઠેલાં વલયો શમી જાય છે અને જળની સપાટી ફરી નિસ્પંદ બને છે. રિબાયેલા મનુષ્ય જ ેવાં સ્ટેશનોની આ પ્રકૃ તિ છે. ચિત્તને પ્રસન્ન કરે એવું એકાંત ચોવીસે કલાક પ્રસરે લું રહે છે. થોડી ક્ષણોની ખલેલ તો ઘેરી નીંદરમાંથી ઝબકીને ક્ષણભર જાગી જવાની ઘટના હોય છે. એવા સ્ટેશને વસતા માણસો મૂંગી કઠપૂતળીઓ સરખા બની જાય છે. પોતાનો જ અવાજ એમને ખલેલ પહોંચાડતો હોય તેમ ભાગ્યે જ એકાદ 64

શબ્દ નાછૂટકે બોલતા હોય તેમ મંદ સ્વરે બોલે છે. કોઈ ઉતાવળ વિના યંત્રવત્ રાબેતા મુજબનાં રોજિંદા કામ કરે છે — મૂંગા મૂંગા. કાંસિયાનેસનો વૃદ્ધ સાંધાવાળો મોહન કલાકોના કલાકો પરસાળના બાંકડા પર નિશ્ચલ બેસી રહે તો. દિવસ હોય કે રાત, સ્ટેશનની ચારે બાજુ વિસ્તરે લાં ગીરનાં ગાઢ જંગલ તરફ સ્થિર નજરે જોતો રહે તો. મને તો એ જંગલનું ઝાડવું જ લાગતો. પ્રકૃ તિ વચ્ચે વસતો માણસ પ્રકૃ તિમય બની જાય છે. એકલો જીવતો મોહન રાત્રે મોડે સુધી જંગલ તરફ જોતો બેસી રહે તો. બે પાટા વટી ત્રીજા પાટે પડી રહે તી વૉટરટૅન્કમાંથી ગળતાં પાણીનાં મોટાં ખાબોચિયાંમાંથી પાણી પીવા માટે રાત્રે સિંહણ એનાં બચ્ચાંને લઈને આવતી. મોહનને એનો ડર લાગતો નહીં. તદુપરાંત કલાકો સુધી બે પાટા વચ્ચે ઊભા રહી સતત ક્ષિતિજ જોતા રહે તા ખાખરિયા સ્ટેશનના અત્યંત ઓછાબોલા સ્ટેશનમાસ્તર ટાંકસાહે બ, વડિયા દેવળી સ્ટેશને મૂંગા મૂંગા કામ કરતા મારી વાર્તાના નાયક જ ેઠાલાલ ગોરધન, દેલવાડા સ્ટેશનના સાંધાવાળા વશરામ ઉકા, સાસણગીરના સ્ટેશનમાસ્તર કૈલાસરામ અને ગીરજંગલનું સ્ટેશન કાંસિયાનેસ નહીં છોડવા ખાતર બધાં પ્રમોશનો જતાં કરનાર ભગતરામ શર્મા… પ્રકૃ તિના અવાજોએ મૂંગા બનાવી દીધેલા અને સન્નાટામાં સમરૂપ બની જીવતા એવા કેટકેટલાને અહીં યાદ કરું ! કોઈ જ ભુલાતા નથી. હં ુ એમની સાથે રહ્યો છુ ,ં બાંકડે બેઠો છુ ,ં એમની જિંદગીની એકાદ બારી ખોલવાની કોશિશમાં હં ુ સફળ પણ થયો છુ .ં પ્રકૃ તિના અવાજો અને દૃશ્યોની સિમ્ફનીઓમાં વહે તાં [ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


જાત ખોઈ બેઠલ ે ા એ સૌ મને ઘણી વાર સાંભરે છે ત્યારે હં ુ વિના કારણ ઉદાસ થઈ જાઉં છુ .ં પરં તુ હં ુ ઘણો નસીબદાર છુ .ં મેં સ્ટેશન પાછળની વાડીઓમાં લીલીછમ્મ ઘઉંની ડૂંડીઓને પવનની ઠંડી લહે રખીને નમસ્કાર કરતી જોઈ છે. જંગલ ઉપર વરસતા અંધકારનો અવાજ મેં સાંભળ્યો છે. એકાકીપણાનો મર્મરધ્વનિ મેં લોન્લી આયલૅન્ડ સરખાં સ્ટેશનોએ મન અને હૃદયમાં ઝીલ્યો છે. ખૂલા આસમાન, ખૂલી હવાઓં કી સનસનાહટ અને ચિડિયોં કી આઝાદ ચહચહાટ શું છે, સન્નાટો શું છે તે મેં અનુભવ્યું છે. વરસો પહે લાં એક દિવસ જ ે રં જ અનુભવ્યો હતો, તે પછી સારાં સ્ટેશન નહીં મળવાનો વસવસો મને કદી થયો નથી. એકાંત ટાપુ સરખા રે લવેસ્ટેશનની અવાજો અને દૃશ્યોની દુનિયામાં માણસ પોતાનો અવાજ અને પોતાની જાતને ભૂલી શકે છે તેનો મને અનુભવ છે. આવું બને છે ત્યારે માણસ પ્રકૃ તિની વધુમાં વધુ નજીક હોય છે. મિત્ર, હે

અજાણ્યા મિત્ર, તને રુચે ને તને ફુરસદના શ્વાસ લેવાની જો તક મળે અને તારી રચેલી માયાજાળને અલગ તારવી શકે તથા તારા અસ્તિત્વને તું ભૂલી જવાની પારદર્શકતા ધરાવતો હો તો તું મારી કને આવજ ે. હં ુ તને અવાજોની લહે રોમાં તરતાં શીખવીશ. જીવનના અસીમ સુખની એ ક્ષણોનો અનુભવ જિંદગીમાં ક્યારે ક લેવા જ ેવો છે. મારી ડાયરીનું આ છેલ્લું પૃષ્ઠ છે તેનો મને ખ્યાલ નહોતો. રે લવેની દુનિયાનું કોઈ નવું પરિમાણ, નવું દર્શન મને સંવેદવા મળે તે પહે લાં ‘સંચાર’નું આ અંતિમ પૃષ્ઠ પૂર્ણ કરું છુ .ં ખરે ખર તો કશું જ પૂર્ણ થતું નથી. અપૂર્ણતાની યાત્રા તો નિરં તર ચાલ્યા કરવાની — સમુદ્રનાં મોજાંઓના ઘુઘવાટ, ઝરણાંના લયમાધુર્યસભર ખળખળાટ, પંખીઓનાં ગીત અને વૃક્ષોની પર્ણઘટામાં વહે તા પવનની મધુર બંદિશો રૂપે. એની શોધમાં મારો પ્રવાસ આગળ ચાલશે — ચાલતો રહે શે. 

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા માર્ચ, ૨૦૨૧ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી દિલીપભાઈ મ. ચૌહાણ, ઑફસેટ વિભાગ • જ. તા. ૨૮-૦૩-૧૯૬૦

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

65


વેદનાની અનુભૂતિના હસ્તાક્ષર માધવ રામાનુજ

ગ્રામ વિસ્તારમાં ઊછરે લાં ઘણાંબધાંને હજુ

યાદ હશે વાદી, મદારી, નટ, બજાણિયા, સરાણિયા, વણઝારા, કાંગસિયા, ગાડલિયા, ડફે ર આદિ અનેક વિચરતી – વિમુક્ત જાતિના વ્યવસાયિકો જ ે પોતાના હુન્નર-કૌશલ્ય સાથે ગામેગામ ફરતા અને સમાજને ઉપયોગી થઈને પોતાનું ગુજરાન ચલાવતા. એ બધાંની આજની સ્થિતિ વિશે પહે લી વાર મિત્તલ પાસેથી જાણ્યું. એનું એ સમુદાયોની પારાવાર વેદના પરત્વે ધ્યાન ગયું, એની સેવા માટે મન થયું. બહુ નાની ઉંમરે એમણે આ પડકાર ઝીલ્યો, અને પોતાની ક્ષમતા અને લગન પણ સિદ્ધ કરી બતાવી. એના આરં ભના દિવસોની વ્યથા-કથા અહીં આલેખાઈ છે. વંચિતોના પરિચય માટે આકસ્મિક રીતે જ યોજાઈ ગયેલી પહે લી યાત્રાથી જ અંતર કોરાતું ગયું. શેરડીકામદારોની સ્થિતિ વિશે અભ્યાસ કરવા ‘હં ુ નીકળી પડી’ એમ કહીને સાહજિકતાથી

p. 176 | 5.5" x 8.5" | ૱ 175

66

મિત્તલે એ આરં ભની કથા વિશે વાત માંડી છે. એ આરં ભની સાથે જ સાથે આપણી યાત્રા પણ જાણે શરૂ થાય છે. પછી પ્રત્યેક પગલે આવ્યે જતાં એ અજાણ્યાં અને અકલ્પ્ય સંકટો એને ભીતરના અતલ ઊંડાણ સુધી ખળભળાવી નાખે છે. એની આ પહે લી જ યાત્રા એને જ ે અનુભવમાં મૂકે છે એનું સામાન્ય રીતે તો એક જ પરિણામ આવે તે એ કે મિત્તલ ફરીથી આવા સંકટથી સો ગાઉ દૂર થઈ જાય. ફરીથી એ દિશામાં એટલે આ પ્રકારની સેવા યાત્રા તરફ નજર પણ ન કરે . એની સામે ઉજ્જ્વળ ભવિષ્ય તો હતું જ. પત્રકારત્વનો અભ્યાસ પૂરો કરીને આઈ. એ. એસ. માટે તૈયારી કરવાની હતી. એ પછી ઑફિસર તરીકેની સાહ્યબી ભોગવવાની હતી. અને એ રસ્તેથી પાછા વળી જવા માટે એ પહે લો જ અનુભવ પૂરતો હતો કારણ કે એમાં ધરતી પર સૂવાનું હતું, ત્રણ-ત્રણ દિવસ ભૂખ્યા રહે વાની પરિસ્થિતિમાંથી પસાર થવાનું હતું. મંદિરમાં જઈને ભિખારીથીય બદતર અપમાનજનક સ્થિતિમાં મુકાઈને ખાવાનું માગવાનું હતું. ઘોર અંધકારમાં — અંધારું ઓઢીને સૂવાનું હતું. સવારે જીવતા ઉઠાશે કે નહીં એવી બીકમાં જાગતા રહે વાનું હતું. સડેલી જુ વાર, અપહરણની દહે શત અને વાદળી મીણિયાંને લાકડાના ટેકે ટેકવેલા ઝૂંપડાનો થરથરતો પડછાયો એ એમનાં સંગી હતાં. જીવનમાં અણધારી આવી પડેલી એ કપરી [ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


કસોટીએ એની ભીતરની ઊર્જાને પ્રગટ થવાનો અવકાશ આપ્યો. ભૂખ–દુઃખ–વ્યથાના એ મહા રણમાંથી પસાર થતાં થતાં એના પગ થાક્યા નહીં, વધુ બળૂકા થયા. મનમાં સેવાનો સંકલ્પ રચાઈ ગયો અને જીવનની દિશા જ બદલાઈ ગઈ… અથવા એમ કહે વું જોઈએ કે જીવનને સાચી દિશા મળી ગઈ. રાજકુ માર સિદ્ધાર્થને બુદ્ધત્વની દિશામાં પ્રેરનારા ચાર પ્રસંગો નિમિત્ત બન્યા હતા. એમ અહીં એવા અનેક અનુભવો એના અંતરને સંકલ્પબદ્ધ કરતા રહ્યા : i

“અચ્છા, કાકા, એક પ્રશ્ન પૂછુ?ં ” “હા.” “તમે પેટ પર આ કપડુ ં કેમ બાંધ્યું છે?” i

દોઢ મહિનો હં ુ કામદારો વચ્ચે રઝળીને વ્યારા આવી. મને સખત ભૂખ લાગી હતી. આજ ે પેટ ભરીને જમશું. … નારણભાઈ મારી થાળીમાં ભાત નાખ્યે જતા હતા. … એક ભાતિયું, બીજુ ,ં ત્રીજુ ,ં ચોથું એમ મારી અડધી થાળી ભાતથી ભરાઈ ગઈ … કદાચ મારે હજુ વધુ ભાત લેવા પડશે. … મારા મનને લાગેલી ભૂખનું આ વર્તન હતું. i

રહે વાની જગ્યામાં ખાડા જોઈને નવાઈ લાગી. મેં પૂછ્યું : “કાકા, આ ખાડા શાના છે?” “ઊંઘવા બલ્લે. … હા, બુન, ઊંઘવા બલ્લે જ. ટાઢ ચેવી પડ. તમાર ઘેર હોય એવી ઓઢવા-પાથરવાની સગવડ આ સાપરામોં

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

ચોંથી કરવાની? … ખાડામોં સાપુ પાથરી, ઈની ઉપર સોકરાંઓન હં ુ વરાઈ દઈએ અન ખાડા મોથે પાસું સાપું ઢોંચી દઈએ. i

ગેડિયા ગામની સીમમાં વરસતા વરસાદમાં લથપથ એવા ડફે રના ડંગામાં પહે લી વાર જવાનું થયું ત્યારે બાળકના રડવાના સતત અવાજ વચ્ચે વાતોમાં ખલેલ પડતી હતી. એક સમય પછી રહે વાયું નહીં એટલે મેં પૂછ્યું : “આ બાળક આટલું રડે છે તો એને ધવડાવ ને, ભૂખ્યું થયું હશે.” “ધવડાવું? પણ ધાવણ આવે તો એની ભૂખ ભાગે ને? આ ફે રા એલી થઈ. હળંગ હાત દાડા વરહાદ ચાલુ રિયો. આમાં જંગલી બિલાડાય બાર નથ નિહરતા તે ઈને મારીને ખઈએ. ચાર દાડાથી મેં કંઈ ખાધું નથ, અન ખાધા વના ધાવણ નૉ આવ, બેન!” જ્યારે પણ આંખ બંધ કરી ગેડિયા ગામની સીમ યાદ કરું તો આક્રોશ સાથે વાત કરતી તે બહે ન તાદૃશ થઈ જાય ને હં ુ ઝબકી જાઉં છુ .ં i

‘જ્યાં મા વેચાય છે’—એવી તે કેવી સ્થિતિ નિર્માણ પામી કે માને પોતાનો દેહ વેચવા મજબૂર થવું પડ્યું? વળી એક નવી દિશા ઊઘડી. ‘જનપથ’ સંસ્થામાં રહીને કામ શરૂ કરે લું. એ દરમિયાન છાપામાં આ સમાચાર વાંચ્યા ને ગુજરાતના એ ગામ તરફ પ્રયાણ આદર્યું જ્યાં પરિવારની મા-દીકરીઓ અને બહે નોની દલાલીનું કામ ઘરના માણસો જ કરતા હતા. જાસ્કણભાઈ સાથે જીપમાં એ ગામ પાસે 67


પહોંચ્યાં ત્યારે જ ે બન્યું તેની વાત કાળજુ ં કંપાવશે : “અમારી જીપ વાડિયા ગામ તરફના ઢાળમાં ઊતરી કે કાચા રસ્તાની બેય બાજુ બેઠલ ે ા યુવાનો સતર્ક થઈ ગયા. કેટલાકે હાથ લાંબો કર્યો. એ લોકો ગ્રાહકોની રાહ જોઈને બેઠા હતા.” એ ગામને મદદ કરવાનાં કપરાં ચઢાણ આદર્યાં. ‘જનપથ’ સાથે સંકળાયેલા શ્રી ઇન્દુભાઈ જાની, શ્રી સુખદેવભાઈ પટેલ અને શ્રી હરિણેશભાઈ પંડ્યા સાથે વાત થઈ, ચર્ચા થઈ, અને કાર્ય આરં ભાયું. પછી કચ્છના સેવા-ઋષિ જ ેવા લીલાધર ગડા ‘અધા’ એ ગામમાં આવી ગયા. એમણે લેખ લખ્યો. શ્રી ચંદ્રકાંત ગોગરીએ વાડિયાગામના પરિવારોની વિટંબણાને ઉકેલવામાં, તેમનાં ઘરો બંધાય, સ્વમાનભેર ખેતી કરી રોજગારી મેળવી શકે તે માટે ઘણી મદદ કરી. ગુજરાત સર્વોદય મંડળે પણ મદદની હૂંફ આપી. પછી તો— મૈં અકેલા હી ચલા થા, જાનીબે-મંઝિલ મગર, લોગ સાથ આતે ગએ, ઔર કારવાં બનતા ગયા… સહાયકો મળતા ગયા, અધિકારીઓ પણ મદદરૂપ થતા ગયા. એ સમયના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી વિનોદ બબ્બર જ ેવા અધિકારીઓએ નિયમમાં માનવતા/ભર્યા અપવાદ ઊભા કરીને પણ મદદ કરી. ધીરે ધીરે સહાય મળવા લાગી એ તો ખરું , પણ સૌથી અગત્યનું એ છે કે એમણે કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ અડગ રહીને સમજણપૂર્વક અને લાગણીપૂર્વક સામે પૂરે તરવાનું ચાલુ રાખ્યું. 68

એની આ સેવાયાત્રાનો આ પુસ્તકમાં વેદનાપૂર્ણ આલેખ છે. વિચરતા અને મુખ્યત્વે તો અરવિંદભાઈ આચાર્ય જ ેમને ‘સરનામાં વિનાનાં માનવી’ કહે તા એવાં માનવીઓની વ્યથા એમણે પોતે પોતાની શૈલીમાં અહીં આલેખી છે. આ પુસ્તક તો હજુ પહે લું પગલું છે; એમના તરફથી હજુ આવાં કેટલાંય પુસ્તકો આવવાનાં બાકી છે. મિત્તલના મનોજગતમાં, એના વ્યક્તિત્વમાં વાત્સલ્યનું એક અતલ સરોવર લહે રાય છે. આપણા સમાજમાં, આપણી આસપાસ, આપણી નજર સામે જીવન માટે ઝૂરતાઝઝૂમતા એવા આ વિચરતા–વિમુક્ત સમુદાયોનો એ પરિચય કરાવે છે—સ્વજનોનો પરિચય કરાવતાં હોય એ રીતે. આમ પણ આ આપણાં સ્વજનો જ છે, વગડે રઝળતા સરનામા વિનાનાં આ સમુદાયોને—સ્વજનોને આપણે આવકારવાનાં છે. મિત્તલ અને એમની સાથે જોડાતાં જતાં સહયોગીઓના પ્રયાસોનું પરિણામ દેખાઈ રહ્યું છે. હવે તો ભારત સરકારે પણ એક ખાસ નિગમની—ડેવલપમેન્ટ ઍન્ડ વેલ્ફેર બોર્ડ ફૉર ડી-નોટિફાઇડ, નૉમેડિક ઍન્ડ સેમી–નૉમેડિક કૉમ્યુનિટીઝ—ની રચના કરીને દેશભરના આ સમુદાયોની વેદના પરત્વે ધ્યાન આપ્યું છે. મિત્તલનો અવાજ એ રીતે પણ ત્યાં સુધી પહોંચ્યો છે. આ ક્ષણે પૂ. રવિશંકર મહારાજનું સહે જ ે સ્મરણ થાય છે. એમણે પ્રગટાવેલા ‘માણસાઈના દીવા’નું અજવાળું ઝવેરચંદ મેઘાણીએ અદ્ભુત રીતે આલેખ્યું છે. અહીં મિત્તલ પોતે જ પોતાની આ યાત્રાની કથની આંસુમાં ઝબોળેલી કલમથી આલેખે છે. વેદનાની અનુભૂતિના હસ્તાક્ષર જ ેવાં એનાં [ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


સમાજ ે નહીં જાણેલી આ સમુદાયની વેદના એક સફળ સેવાયાત્રીએ રગરગમાં કેવી આત્મસાત્ કરી છે એ અહીં જોવા મળે છે. મિત્તલની કલમમાંથી કરુણા વરસી છે. આ બધું વાંચીને એના કાર્યને માત્ર બિરદાવવાનું નથી, સહયોગ માટે સજ્જ થવાનું છે. એમ થશે તો એનું લખ્યું-અનુભવ્યું સાર્થક થશે.

આ લખાણોને વાંચતાં વાંચતાં, વેદનાના આ હસ્તાક્ષર ઉકેલતાં ઉકેલતાં જ્યારે ‘વાહ’ બોલી ઊઠવાનું મન થાય છે ત્યારે હકીકતમાં તો એ વેદનાની પરાકાષ્ઠાના પ્રસંગનું વર્ણન હોય છે. એના આલેખને વખાણીએ છીએ ત્યારે ત્યારે ઘડીભર ‘વાહ’ તો બોલાઈ જાય છે, પણ પછી તરત એ વેદના આંખો ભીંજવી દે છે. 

કન્ફે શનની શરૂઆત… રામ મોરી

સમયસર મોબાઇલની બધી એપ્લિકેશન્સ એ કળા એટલે અભિવ્યક્ત થવાની કળા. અપડેટ કરનાર આપણે આપણા સંબંધોને જ અપડેટ કરવાનું ભૂલી જઈએ છીએ! આપણે મૉડર્ન થઈ ગયા, માપી-તોળીને ગણતરીપૂર્વક જીવન જીવવાનું શીખી ગયા. પણ એક કળા આપણને ક્યારે ય હસ્તગત થઈ નથી અને

p. 144 | 6.25" x 9.25" | ૱ 150

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

આપણે લોકો વ્યક્ત થઈ જવાની બાબતમાં ખરે ખર મૂંઝાયેલા છીએ. હવે એક દલીલ એવી પણ થાય છે કે ભાઈ, બધી જગ્યાએ બધું બોલીને શું કામ બધી લાગણીઓને લાઉડ કરી નાખવી? બધું કહી દેવું જરૂરી થોડુ ં છે? આ દલીલ સાથે સંપૂર્ણ સહમત પણ કોઈ પણની ચુપકીદીમાંય સંવેદના સામાવાળું પાત્ર સમજી જતું હોય ત્યાં સુધી જ આ દલીલનું અસ્તિત્વ છે! કેટલાક અપરાધ ભાવ કે આભાર સમયાંતરે વ્યક્ત થઈ જવા જોઈએ નહીંતર કાળની થપાટે તમારી સાથે રાતદિવસ ધબકતી વ્યક્તિના શ્વાસ અટકી જાય એ પછીની ક્ષણોમાં માત્ર પારાવાર પસ્તાવો જ રહે છે! જો મને મોકો મળ્યો હોત તો… જો 69


એ સમયે મને ખબર હોત તો… આ ‘જો’ અને ‘તો’, આ બે શબ્દો વચ્ચેની જગ્યામાં કંઈ કેટલુંય રહી જાય છે અને સમયાંતરે થીજી જાય છે! કોઈ પણ બાબતનો સ્વીકાર કરવો, કંઈક કન્ફેસ કરવું એ અઘરું છે પણ અશક્ય તો નથી જ. આપણી ભૂલોને સ્વીકારવી કે બીજાની ભૂલોને જતાવવી આ બંનેમાં ફરક છે જ ે અનુભવનો જ વિષય છે. કોઈના માટે ફરિયાદ હોવી એમાં કંઈ જ ખોટુ ં નથી કેમ કે સંબંધોમાં ફરિયાદો બંધ થાય એ પછી ધરબાયેલી અનેક સમસ્યાઓ ફૂંફાડો મારીને ઊભી થઈ જતી હોય છે. કમ્પૅયનશિપ અને કૉમ્પ્રોમાઇઝમાં એટલો જ ફરક હોય છે કે એકમાં દરે ક સ્થિતિ-પરિસ્થિતિએ ફરિયાદ કે રાજીપો વ્યક્ત કરવાની સ્પેસ હોય છે અને બીજામાં દરે ક બાબતે એવો સ્વીકાર હોય છે કે માણસ સમયને જીવે છે કે કાપે છે એ ખબર નથી પડતી. વર્ષ ૨૦૧૭માં આશુ પટેલના માધ્યમથી મુંબઈ સમાચારના પ્રફુલ્લ શાહ સાથે ઓળખાણ થઈ. પ્રફુલ્લભાઈએ મુબ ં ઈ સમાચાર માટે કૉલમ લખવાનું નિમંત્રણ આપતાં કહ્યું કે કોઈ સારો વિષય હોય તો આપ રામ, આપણે તારી કૉલમ કરીએ. કન્ફેશન કરતાં પત્રો મારા મનમાં ઘણા સમયથી રમતા હતા એટલે તાત્કાલિક એ વાતને મેં વધાવી લીધી. કૉલમ માટે એક આર્ટિકલ અને કૉલમ વિશેની વિગતોનો, તંત્રી શ્રી નિલેશ દવે અને પ્રફુલ્લ શાહને મેઇલ કર્યો. એ લોકોને પણ વાતમાં રસ પડ્યો અને મુંબઈ સમાચારમાં ‘ધ કન્ફેશન બૉક્સ’ કૉલમની શરૂઆત થઈ. એમનો વિશેષ આભાર કેમ કે એમના લીધે 70

આ કાગળોને એક સરનામું મળ્યું. લગભગ આઠેક મહિના સુધી આ કાગળો નિયમિત મુંબઈ સમાચારમાં દર રવિવારે પ્રકાશિત થતા. લોકો વાંચતા ગયા, મેઇલ, મૅસેજ અને ફોનથી રાજીપો વ્યક્ત કરતા ગયા ને મારામાં સતત નવા નવા વિષયો પર કાગળો લખતા રહે વાનો પાનો ચડતો રહ્યો. તમારું કામ જ્યારે વાચકોના અંગત જીવનને સ્પર્શતું હોય અને તમારા લખાણમાંથી કોઈને એમના અંગત જીવનના પ્રશ્નોના જવાબો મળતા હોય ત્યારે એક લેખક તરીકે તમારી સામાજિક જવાબદારી વધી જાય છે એવું મેં સતત સ્વીકાર્યું છે અને અનુભવ્યું છે. લવમૅરેજ કરે લી દીકરીએ પપ્પાને લખેલો કાગળ… આ આર્ટિકલને લીધે એક પિતાપુત્રીના દસ વર્ષના અબોલા તૂટ્યા. ફોનના સામા છેડથે ી અનુભવાતો એ દીકરીનો હીબકા ભરે લો રાજીપો મારા માટે મોટી મૂડી પ્રાપ્ત કર્યાનો એવો રાજીપો છે જ ેને સમજાવી શકાય એમ નથી. વાચકોની આત્મીયતા આ લેખો સાથે એવી તો જોડાઈ કે લોકો મેઇલમાં પોતાના અંગત જીવનનાં પાનાંઓ પાથરીને બેસી જાય અને કહે કે તમે આના પરથી પણ કંઈક લખો… ત્યારે લાગે કે ખરે ખર શબ્દ બ્રહ્મ છે! આપણી આસપાસ જિવાતા સંબંધોની એવી ઘણી વાતો મેં બહુ નજીકથી જોઈ અને અનુભવી કે જ ેના વિશે મને સતત થતું કે આની વાત થવી જોઈએ. આ બાબત પર ખૂલીને વિચારો પ્રગટ થવા જોઈએ. દીવા જ ેવી સ્પષ્ટ નારાજગી આપણે હથેળીથી ઢાંકી રાખીએ તો સરવાળે તો આપણી હથેળી જ દાઝવાની છે એટલી સમજ આપણને પડતી [ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


હોવા છતાં આપણે એ મૂંઝારો કે અકળામણ એકબીજા સાથે વહેં ચતા નથી. સાચવવા પડે તો એ સંબંધ નથી જ એટલી સ્પષ્ટતા કદાચ આપણા મનમાં સ્પષ્ટ નથી થઈ. ઘડિયાળના કાંટ ે દોડતા જીવનમાં આપણને અભાવો સંતાડતાં આવડી ગયું છે પણ એ અભાવો પછી ગળામાં ડૂ મો બનીને સ્થિર રહે છે, છાતીમાં સમયાંતરે સતત ચચર્યા કરે છે એને દબાવી નથી શકતા. આપણી વાતો વ્યક્ત કરવામાં આપણે સામાવાળાનો એટલો બધો વિચાર કરીએ છીએ કે આપણે આપણી અંદર ધરબાયેલી વાતોનો વિચાર જ ભૂલી જઈએ છીએ. આ પુસ્તકમાં એ બધી વાતોને સંકેલીને સમાવવાનો પ્રયત્ન કરાયો છે. નવજીવન. નાનપણથી આ નામ સ્મૃતિપટ પર ગાંધીજીની લગોલગ એવું તો ગૂંથાયેલું છે કે મારે મન નવજીવનનાં પુસ્તકોનું એક વિશેષ ઘેલું રહે તું. વહાલા વિવેક દેસાઈ અને શિલ્પા દેસાઈ તેમજ સમગ્ર નવજીવન પરિવારનો ખાસ આભારી છુ ં કે મને અને મારા પુસ્તકને આવા કંકુવર્ણા બહાને નવજીવન પરિવારનો હિસ્સો બનવાનું નોતરું આપ્યું. પ્રિય લેખકમિત્ર અજય સોની! આપણો સંબંધ લખવા-લખાવવાથી પરે છે. ‘ધ કન્ફેશન બૉક્સ’ના દરે ક કાગળો પ્રત્યેના તારા રાજીપાએ મને લખતો રાખ્યો છે. દરે ક લેખો દરમિયાન જ ેમની સાથે વિસ્તૃત ચર્ચાઓ થતી અને હરખમાં જ ેમની સીધી ભાગીદારી રહે તી એવા વિજય કે. પટેલ, શિલ્પા દેસાઈ, નીતા જોષી, ટ્વિંકલ બાવા, વિજયગીરી બાવા,

તેજલ ત્રિવેદી, સંજય ત્રિવેદી, અંજના ગોસ્વામી, મયૂરસિંહ સોલંકી તેમજ પરખ ભટ્ટ તમને લોકોને આ તબક્કે ખાસ યાદ કરી લઉં છુ .ં મારું આ ત્રીજુ ં પુસ્તક છે. મહોતું અને કૉફી સ્ટોરીઝ પછી આ કન્ફે શન બોક્સ. દરે ક પુસ્તક સાથે આપણા માહ્યલાની અંદર પણ કશુંક સતત ઉમેરાતું હોય છે એવું મેં અનુભવ્યું છે. ત્રીજા પુસ્તકના પ્રાગટ્યની ક્ષણે મારાં માતાપિતા તેજલબા મોરી અને ભાવસંગભાઈ મોરીને વંદન કરું છુ .ં એમણે મને હં મેશાં વ્યક્ત થતાં શીખવ્યું છે અને એમણે શીખવેલી આ વ્યક્ત થવાની કળાએ જ મને અહીં સુધી પહોંચાડ્યો છે. જ ે સતત મારી પાસે વ્યક્ત થતો રહે છે અને મારી પાસે ખૂલીને એની વાત કરવાની રીત પરથી હં ુ એનો ભાઈ કરતાં ફાધર વધારે છુ ં એવી ફાધર ફીલિંગ આપનાર મારો નાનો ભાઈ આકાશ, મારી પત્ની સોનલ, અમારા ઘરની નાની વહુ અમારાં જયશ્રીબા અને મારા આખા મોરીડેલા પરિવારનો આભાર માનું છુ ં જ ેમનો મને નિરં તર સથવારો મળતો રહ્યો છે. શક્તિસિંહ પરમાર, આ નામ સાથે મારી આજીવન લેણદેણ છે, એમનો આજીવન ઋણી છુ ં એટલે એમને તો ખાસ યાદ કરું છુ .ં આ તબક્કે ફરી ફરી હં ુ મારું ગામ લાખાવાડ, મારા શિક્ષકો, મારા મિત્રો, મારા વાચકો તેમજ મારી ભાષાના મારા પૂર્વસૂરિઓ કે જ ેમની શબ્દઆંગળી ઝાલીને સતત લખતો રહ્યો છુ ં એ સર્વે સર્જકોને પ્રણામ કરું છુ .ં વંદન સહ વ્હાલ! 

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

71


નિર્મળ દૃષ્ટિનું હાર્દિક સૌંદર્ય દીપક દોશી

એપ્રિલ ૨૦૧૭થી ‘નવનીત સમર્પણ’માં શુદ્ધતા આપણી અંદર પણ ગંગાજીનું બનારસ ડાયરી શરૂ થઈ ત્યારથી મારામાં એક બનારસ સંચિત થતું ગયું છે. એ બનારસ વિવેકનાં આલેખન અને તેમની છબીઓનું છે. એના દરે ક પ્રકરણનું વાચન બનારસના જાણે એક એક ઘાટનું આપણને દર્શન કરાવે છે. બલકે એ મનુષ્યના મનમાં વહે તી અલૌકિક અને પવિત્ર ગંગાજીનું દર્શન કરાવે છે. એ દર્શન માત્ર કલ્પનાનો વિષય ન બની રહે તાં મન, હૃદય અને અંતઃકરણને ઊંડી આધ્યાત્મિકતાથી ભરી દે છે. દૃશ્યજગતમાંથી એની કલમ કઈ રીતે વાચકને ભાવજગતમાં લઈ જાય છે એનું એક ઉદાહરણ જુ ઓ : “સહે જ આગળ જ ઘાટનાં પગથિયાં શરૂ થયાં ને સામે જ ગંગાજી સ્વયં. બે હાથ જોડીને ત્યાં ઊભો રહી ગયો. આંખો મીંચાઈ ગઈ. ગંગાજીનું વહે ણ જાણે મારી અંદરથી પસાર થઈ રહ્યું હતું.” એમની ભાષાની સરળતા અને ભાવની

p. 144 | 5.75" x 8" | ૱ 600

72

અવતરણ કરાવવા સક્ષમ છે. એ રીતે આ એનું ભગીરથ કાર્ય બને છે. ફ્રેન્ચ ફોટોગ્રાફર હે ન્રી કાર્ટિયર બ્રેસ્સોં ‘ડિસિઝિવ મોમેન્ટ’ની વાત કરે છે. વ્યાવહારિક જીવનના પ્રવાહ વચ્ચેથી એક શાશ્વતી ક્ષણને ઝડપી લેવાની ઘટના. વિવેકની છબીઓમાં અને એના આલેખનમાં આવી અનેક ક્ષણો શાશ્વત બની છે. બનારસ પ્રવાસનો પ્રથમ દિવસ એના વર્ણનમાં આ રીતે પ્રગટે છે: “૧ જાન્યુઆરી, ૨૦૦૨નું પરોઢ વિશ્વના સૌથી જૂ ના શહે ર બનારસમાં પડી રહ્યું હતું. પરોઢિયે ચારમાં પાંચ મિનિટની વાર હતી. ટ્રેન થંભી ત્યારે વિચારોની ગતિ પૂરપાટ હતી. ...” આમાં સ્થળ, કાળ અને અંતઃકરણનો સમન્વય ઊડીને આંખે વળગે એવો છે. ટ્રેન થંભે ત્યારે વિચારો પૂરપાટ ઝડપે દોડતા હોય તે સૂક્ષ્મ ઘટના વિવેક પકડે છે. વિવેકનું લેખન સતત સર્જનાત્મકતા તરફ ગતિ કરતું રહે છે. એમાં કોઈ આયાસ નથી બલકે એનું હૃદય જ ે તીવ્ર સંક્રમણ અનુભવે છે એની અભિવ્યક્તિ આપોઆપ પોતાનો આગવો માર્ગ શોધી લે છે. કેટકેટલાં મનુષ્ય અને સ્થળની બાહ્યઅભ્યંતર છબી એમણે ઝીલી છે. જ ેની આંખોમાં ગંગાનાં પવિત્ર નીર સમાં આંસુ જોયાં હતાં એ રિક્ષાવાળો શંકર, ઘાટ ઉપર દીપક વેચતો ભોલુ, ચાવાળો સાહિબ, માતૃહૃદયા ગિરિજાદેવી, પંડિત કિશન [ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


મહારાજ, ઉસ્તાદ બિસ્મિલ્લાખાં, ૯૪ વર્ષના પહે લવાન રામુચાચા, રઘુવીર સિંઘ અને સત્યજિત રે ની નિકટતા ધરાવતા ગોલુચાચા, અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં હિં દુઇઝમ ભણાવતી Anna, મૃતકોના ફોટોગ્રાફર કિશન, ઇઝરાયલથી આવેલી અને ભારતીય સંસ્કૃતિના ગાઢ પ્રેમમાં પડેલી Yael, નાગાબાવા અખાડાના ગુરુજી પ્રાણગિરિસ્વામી, અઘોરીબાવા જટાયુ, સ્પેઇનનિવાસી વાનેસા, ‘શ્રી કાફે ’ના સંતોષકુ માર, ગંગાઆરતી કરતો હનુમાન ઉર્ફે અનવર, શેકેલી શીંગ વેચતો સર્વેશ તિવારી. એમના લેખનમાં માહિતી ઓગળીને ભાવજગતમાં પરિણત થાય છે. એમની દૃષ્ટિ સાથે હૃદય જોડાયેલું છે અને એટલે જ વાચકને સતત ગંગાજીનું પવિત્ર વહે ણ એમના લેખનમાં પણ અનુભવાય છે. ગંગાને એ ગંગાજી કહે છે. આ ગંગાજીએ એને કેટલો સમૃદ્ધ કર્યો છે એનો માત્ર હિસાબ વિવેક આ ડાયરી દ્વારા નથી આપતા પણ એ સમૃદ્ધિ સુધ્ધાં વાચકને ધરી દે છે. બનારસના ઘાટ, ગંગાજી, પ્રવાસીઓ, સંગીતકારો, સ્થાનિક લોકો, એમનું જીવન, એમની સહજતા, મૃત્યુ, સાધુઓ એમના લેખનના વિષય છે. પણ આ બધું જોવાની વિવેકમાં એક ગુણગ્રાહી દૃષ્ટિ પણ છે. એ રીતે એમણે ‘નવજીવન’નો વારસો સાચવ્યો છે. બનારસની ઇતિહાસમાં સ્થિર થઈ ગયેલી તવારીખો અહીં નથી. બનારસની ગંદકી પણ એમની નિર્મળ દૃષ્ટિથી ધોવાઈ ગઈ છે. આપણને મળે છે નિર્ભેળ સુખ અને આનંદ. આ ગુણગ્રાહી દૃષ્ટિનો સ્રોત એમના એક અવતરણમાંથી મળે છે : “જ્યાં સુધી કોઈ શહે ર આખેઆખું તમારા હૃદયમાં ભરાઈ ન

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

જાય ત્યાં સુધી તમે એની સરસ છબી ઝડપી શકતા નથી. વળી સારી છબી માટે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે ત્યાં હોવ તો જ સારી છબી બને. આમાંથી માનસિક, શારીરિક રીતે તો બધા ત્યાં હોય પણ આધ્યાત્મિક રીતે તમારું ત્યાં હોવું એટલું જ જરૂરી છે. વળી એમાં શ્રદ્ધા સાથે જોડાયેલા વિષયોમાં તો તમારે સંપૂર્ણ આસ્તિકતા સ્વીકારીને જ કૅ મેરાનું શટર પાડવું પડે, નહીં તો છબી માત્ર ‘મિકૅ નિકલ’ થઈ જાય.” વિવેકની વિશેષતા તે આસ્તિકતા અને એનું અધ્યાત્મ. આપણા ગુજરાતી પણ આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર અશ્વિન મહે તા ચહે રા અનેક ‘છબી ભીતરની’ કહીને છબીની અંદરનું અધ્યાત્મ રજૂ કરતા. પણ વિવેકના ફોટોગ્રાફ, ફોટોગ્રાફ ઉપરાંત વાર્તાઓ છે. એ રીતે એમના દરે ક ફોટોગ્રાફ હૃદયસ્પર્શી વાર્તા છે. વિવેકની શ્રદ્ધા સર્વસમાવેશક છે. ફોટોગ્રાફી માટે તેઓ જીવનું જોખમ ખેડીને નાગા બાવાઓના અખાડામાં જોડાયા હતા. નિર્વસ્ત્ર થઈને જીવવાનું હતું. સાધુઓ સાથે સાધુ થઈને રહે વાનું હતું, એ એમણે કર્યું છે. અખાડાના ગુરુજી પ્રાણગિરિસ્વામી સાથેનો એમનો સંવાદ જુ ઓ : “ઇસ ઝોલી મેં કૅ મેરા હૈ ?” અચાનક જ એમણે પ્રશ્ન કર્યો. મેં કહ્યું, “ના, ઈશ્વર તક પહં ુ ચને કી મેરી સાધના કા યે માધ્યમ હૈ .” ને મેં કૅ મેરા કાઢ્યો. મેં કહ્યું, “બાબા, જ ૈસે યોગ-ધ્યાન આપકા ઈશ્વર તક પહં ુ ચને કા માધ્યમ હૈ , વૈસે મેરા માધ્યમ યે કૅ મેરા હૈ .” ગુરુજી એમની ઊંચી વાત પર વારી જઈ ફોટોગ્રાફી માટે સુવિધા કરી આપે છે. એ દરમિયાન એમને થયેલો કાપાલિક જટાયુનો 73


અનુભવ અત્યંત રહસ્યમય અને કંઈક જુગુપ્સાપ્રેરક છે. અન્યના દુઃખે દુઃખી થતા લેખક આવી સ્થિતિમાં અદ્ભુત સ્થિરતા દાખવી શક્યા છે. ચરિત્રચિત્રણમાં પાત્ર દ્વારા બોલાતા શબ્દોને એ આબાદ ઝીલે છે. એને લીધે વાચકના મનમાં પાત્ર જીવંત બને છે. વિવેકના ફોટોગ્રાફ બનારસના ઘાટની નહીં પણ બનારસમાં વસતા માણસની છબીઓ ઝીલે છે. એમના લેખનમાં ભાષાની સરળતા, પ્રવાહિતા અને સૌથી વધુ ધ્યાન ખેંચે એવી ભાવવાહિતા છે. ભાગ્યે જ એવો પ્રસંગ હશે કે એ આપણા હૃદયને સ્પર્શે નહીં. કૅ મેરાની આંખથી ઝીલેલી છબીઓ જ ેને માટે અક્ષમ છે તે કામ એમની કલમ સિફતપૂર્વક કરી શકે છે : આંખમાં આંસુ લાવવાનું. આ આંસુ એની કલમની પ્રસાદી છે. એ આપણને આંજી નાખ્યા વગર સ્થળની, વ્યક્તિની ભીતર રહે લી માનવતાનાં દર્શન કરાવે છે. દુર્ગમ યાત્રાસ્થળે પહોંચીને ભક્ત જ્યારે શ્રીવિગ્રહનાં દર્શન કરે છે ત્યારે એની આંખમાં જ ે આંસુ ઊભરાઈ આવે છે એવાં આંસુ વિવેકે પોતાની કલમમાં સંચિત કર્યાં છે. એમની પાસે માત્ર ફોટોગ્રાફરની દૃષ્ટિ નથી, મનુષ્યની ભીતરનો ભાવપ્રદેશ જોવાની અને પ્રગટ કરવાની ક્ષમતા પણ છે. એમની લેખમાળા ‘નવનીત સમર્પણ’માં સચિત્ર છાપતા હતા ત્યારે ભાગ્યે જ એવો અંક ગયો હશે જ્યારે એમની ડાયરી વાંચતાં આંખો ભીની થઈ ન હોય. વિવેક માત્ર છબી લેવા માટે ફોટોગ્રાફી નથી કરતા પણ એનું લક્ષ્ય મનુષ્યનું શુદ્ધ હૃદય છે. એક ક્ષણ તો એવી આવે છે જ્યારે વર્ણિત પાત્ર અને વાચક ભાવહૃદયથી

ઐક્ય સાધે છે, સહાનુભૂતિનો અર્થ સાર્થક બની સાક્ષાત્ થાય છે. બનારસ વિવેકને અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુ થવાની દીક્ષા પણ આપે છે. ગંગાકિનારે ગંગાજીની આરતી કરતો હનુમાન ઉર્ફે અનવર વિવેકને પોતાને ઘરે લઈ જાય છે. પ્રથમ કંઈક હિચકિચાટ અનુભવતા વિવેક આખરે ધર્મથી ઉપરની માનવતાનાં ત્યાં દર્શન કરે છે. અનવરના શબ્દો જુ ઓ, “જબ મૈં ગંગા આરતી જલાતા હૂં ન તબ મુઝે લગતા હૈ મૈં ખુદા કી બંદગી કર રહા હૂં. બાત તો એક હી હૈ ન…” હનુમાનજીએ દશાનન રાવણની લંકાનું દહન કર્યું હતું તેમ વિવેકના પૂર્વગ્રહનું અનવર દહન કરે છે, એમને વધુ મનુષ્ય બનાવે છે. ‘બાત તો એક હી હૈ ન...’ જ ેમણે બનારસ નથી જોયું એમને માટે આ પુસ્તક તીર્થ બની રહે શે, જ ેમણે બનારસ જોયું છે એમને માટે આ પુસ્તક બનારસને અનુભવવાનું એક ભાથું બની રહે શે. આખરે છબીકળા એ વિલક્ષણ રીતે જોતાં શીખવાની કળા છે. અશ્વિન મહે તા એને અધ્યાત્મ સાથે જોડે છે, વિવેક એને માનવતા સાથે. તેમ છતાં અશ્વિનભાઈ અને વિવેક બંનેનું ગંતવ્ય એક જ છે, પરમને પામવાની, પરમને અનુભવવાની ઝંખના. એ રીતે વિવેકનું આ પુસ્તક માત્ર દૃશ્યજગતનો ઉપહાર નથી પણ ભાવજગતનો પણ ઉપહાર છે. આપણે ત્યાં નિબંધોમાં આવું ભાવવાહી ગદ્ય ભાગ્યે જ ખેડાયેલું છે. સુજ્ઞ વાચક જગતના આ બનારસઘાટને ‘વિવેક’ની નિર્મળ દૃષ્ટિએ જોવા પ્રેરાય એવી પ્રભુને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છુ .ં 

74

[ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ આ માસના આરં ભે यंग इन्डियाમાં ગાંધીજી લખે છે : “અસહકાર જો નિષ્ફળ જશે તો તે કેવળ આંતરિક નબળાઈને કારણે નિષ્ફળ જશે. બાકી અસહકારમાં હાર જ ેવું કશું છે જ નહીં. એ કદાપિ નિષ્ફળ જતો જ નથી. તેના કહે વાતા પ્રતિનિધિઓ પોતાના પક્ષને એવી ખરાબ રીતે રજૂ કરે છે કે જોનારાઓને તે નિષ્ફળ ગયેલો દેખાય છે. તેથી અસહકારીઓ પોતે જ ે કંઈ કરે તેમાં સાવધ રહે . એમાં અધીરાઈ ન હોય, જંગલીપણું ન હોય, ઉદ્ધતાઈ ન હોય, તેમ જ અયોગ્ય દબાણ પણ ન હોય.” [ગાં. અ. ૧૯ : ૨૭૮]. અસહકારની લડત આગળ ધપાવતાં સમયાંતરે ગાંધીજીનાં લખાણો-ભાષણોમાં સત્યાગ્રહનું સ્વત્વ ટકાવી રાખવાનાં સૂચનો મળે છે. અસહકારની લડત તો ખાસ્સી લાંબી ચાલી હતી અને તેમાં રૉલેટ ઍક્ટનો વિરોધ, ખિલાફત અને પંજાબમાં થયેલા અત્યાચારના મુદ્દા હતા. આ લડતના ભાગ રૂપે દેશભરમાં શિક્ષણસંસ્થાઓ આરં ભવાની કવાયત ચાલી હતી. આ માસમાં ગાંધીજી અલગ અલગ શહે રોમાં ત્રણ શિક્ષણસંસ્થાઓને ખુલ્લી મૂકે છે. અહીંયાં તેઓ કેળવણીનો ખરો અર્થ પણ સમજાવે છે. કલકત્તાના વૅલિંગ્ટન સ્ક્વૅરમાં ચિત્તરં જન દાસ, જ ે. એલ. બૅનરજી અને તેમના સાથીઓ દ્વારા રાષ્ટ્રીય કૉલેજની સ્થાપના કરવામાં આવી હતી. આ કૉલેજ ખુલ્લી મૂકતાં ગાંધીજી કહે છે : “આપણા પ્રિય દેશના ઇતિહાસના આવા અણીના કાળે નવજવાનોનાં અંત:કરણ ઘડવા માગનારને માથે જોખમદારીનો પાર નથી. એવી સ્થિતિ વચ્ચે અધ્યાપકવર્ગ જો ઊંઘે, સંશયાત્મા બને, ભાવિની ચિંતાથી ભીતિગ્રસ્ત થાય, તો વિદ્યાર્થીઓની શી દશા થાય? હં ુ પ્રાર્થના કરું છુ ં કે સર્વશક્તિમાન પ્રભુ આપણા અધ્યાપકવર્ગને ડહાપણ, હિં મત, શ્રદ્ધા અને આશાથી અડગ બનાવો.” [ગાં. અ. ૧૯ : ૨૮૪] કલકત્તા પછી પટણામાં ૬ ફે બ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિદ્યાપીઠ અને કૉલેજ ખુલ્લી મૂકતાં તેઓ કહે છે : “નવશિખાઉ વિદ્યાર્થી ગ્રહણ કરી શકે એટલું જ જ્ઞાન ગુરુ આપી શકે. કેળવણી તમે ગ્રહણ કરે લા જ્ઞાનનું પ્રગટીકરણ છે અને વિદ્યાર્થીની સુષુપ્ત શક્તિને બહાર લાવવાનું કામ ગુરુનું છે. મને આશા છે કે આ કૉલેજના વિદ્યાર્થીઓ અધ્યાપકો પાસેથી એવું જ્ઞાન પ્રાપ્ત કરશે અને એવી રીતે જીવન ગાળશે...” [ગાં. અ. ૧૯ : ૨૯૪] શિક્ષણસંસ્થાઓ ખુલ્લી મૂકવાના ક્રમ સાથે ગાંધીજી તે આદર્શ સંસ્થાઓ બનવી જોઈએ તેવો આગ્રહ સેવતા અને તે મુદ્દા પોતાના ભાષણમાં વણી પણ લેતા. ૧૦ ફે બ્રુઆરીના રોજ બાબુ ભગવાનદાસ અને બાપુ શિવપ્રસાદ ગુપ્તા દ્વારા કાશીમાં રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. અહીં ગાંધીજી વક્તવ્યમાં કહે છે : “વિદ્યા જ ેવું પુણ્યદાન આપણે મલિન હાથનું ન લેવું જોઈએ. જ ે વિદ્યાલયો સરકારની અસર તળે છે તેમાં આપણે ન ભણવું જોઈએ. જ ે મકાન પર સરકારનો વાવટો ફરકતો હોય ત્યાં વિદ્યાદાન લેવું એ પાપ છે.” અંગ્રેજો સરકારની શિક્ષણસંસ્થાઓના સંદર્ભે ગાંધીજીએ આ વાત કહી હતી. જાહે રજીવનમાં પોતાના વર્તનની ગાંધીજી જાગ્રત રહીને ચોકી કરે છે. આ અંગે તેઓએ રે લવેસ્ટેશનનો એક પ્રસંગ नवजीवनમાં નોંધ્યો છે. ‘ક્રોધ આવે ત્યારે શું કરવું?’ એ લેખમાં તેઓ લખે છે : “ગોરખપુરની મુસાફરી પૂરી કર્યા પછી અમારે કાશીજી જવાનું હતું. ...દરે ક સ્ટેશને માણસોના પોકાર ચાલતા જ હોય, મારા સાથીઓ વીનવે ને રખાય તેટલા શાંત રાખે. હં ુ ભારે થાક્યો ને કાયર થયો હતો. મારી પત્નીએ ને ભાઈ મહાદેવે એક સ્ટેશન આગળ લોકોને શાંત રાખવા ભારે પ્રયત્ન કર્યો. કેમે ન રહે . “દર્શન” જોઈએ જ. બારીએથી ડોકિયાં કાઢે, અનેક વાતો સંભળાવે, મહે ણાં પણ મારે . છેવટે હં ુ ગભરાયો. મને લાગ્યું કે મારે મારી સ્ત્રીનો ને મહાદેવનો કંઈક બચાવ કરવો જ જોઈએ. હં ુ ઊઠ્યો ને બારીમાંથી ડોકું

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

75


કાઢ્યું. હં ુ બળી રહ્યો હતો. .....મેં ઊંચે અવાજ ે લોકોને વીનવ્યા. તેમના “જય”ના નાદો વધારે થવા લાગ્યા. હં ુ બહુ ચિડાયો. મેં કહ્યું, “તમારે સ્ત્રીની ને એક જુ વાનની દયા તો ખાવી હતી? તમે આમ કેમ પજવો છો ? રાતનાં દર્શન કેવાં? પણ લોકોને આ બધું સાંભળવું ન હતું. હં ુ શું કરું ? બારીએથી પડતું મેલું? રોઉં? લોકોને મારું ? સ્ટેશન ઉપર રહી જાઉં? પડતું કેમ મેલાય? રોયે શું વળે? મરાય તો કેમ જ? સ્ટેશન ઉપર રહી જાઉં તો કાશી ન પહોંચાય. પણ મારો ક્રોધ કેમેય ન શમે. લોક પણ શાંત થાય જ નહીં. “જય”ના પોકાર વધવા લાગ્યા. પ્રેમ અને ધિક્કાર બંને માણસને ભાન ભુલાવી શકે છે એ મેં જોયું. મેં મારા કપાળ ઉપર પ્રહાર કર્યો. તેની અસર ન થઈ. ફરી કર્યો, એટલે એક જણ બોલી ઊઠ્યો, “તમે ક્રોધ કરશો તો અમે ક્યાં જશું?” હં ુ શરમાયો, પણ ક્રોધ કંઈ ઊતર્યો નહીં. લોકો શાંત થયા ત્યારે જ ક્રોધ ઊતરે . ત્રીજી વેળા મેં કપાળ કૂ ટ્યું. લોકો ગભરાયા. તેઓએ માફી માગી, ચૂપ થયા, મને જવા કહ્યું.” [ગાં. અ. ૧૯ : ૩૩૦]

૧૯૨૧ ફે બ્રુઆરી

૧ કલકત્તા : ડ્યૂક ઑફ કૉનાટના હાથે ખુલ્લી મુકાનારી નવી ધારાસભા વિરુદ્ધ કુલ છ સભાઓમાં ભાષણ. ૨ કલકત્તા : શીખોની સભામાં ભાષણ. ૩ કલકત્તા : ગુજરાતીઓની સભામાં સત્કાર, સમય સાંજ, સ્થળ મનમોહન થિયેટર, પ્રમુખ આણંદજી હરિદાસ. ૪ કલકત્તા : રાષ્ટ્રીય કૉલેજનું ઉદ્ઘાટન, સમય બપોરના દોઢ, સ્થળ વૅલિંગ્ટન સ્ક્વૅરમાંનું એક મકાન.  થી નીકળ્યા. ૫ ધનબાદ : જાહે ર સભા.  ઝરિયા : સ્ત્રીઓની સભા, સવારે સાડા અગિયાર વાગ્યે.  જાહે ર સભા. સમય અઢી, પ્રમુખ બાબુ રામજશ અગરવાલ.  કતરાસગઢ : જાહે ર સભા.  બરાકર : જાહે ર સભા, સમય રાતના સાડા નવ.  અસાનસોલ. ૬ પટણા : રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના વખતે આશીર્વચન.  76

દીનાપુર રાષ્ટ્રીય શાળા ખુલ્લી મૂકી.  જાહે ર સભા. ૭ પટણા. ૮ ગોરખપુર : મ્યુનિસિપાલિટી તરફથી માનપત્ર.  સ્ત્રીઓની સભા, સમય બપોરે બે, સ્થળ ટાઉન હૉલ.  જાહે ર સભા, સમય સાંજ ે ચાર.  રાષ્ટ્રીય વિદ્યાલયનું ઉદ્ઘાટન, સમય સાંજ ે સાડા સાત.  થી નીકળ્યા. રસ્તામાં, લોકોના ટોળાના ધસારા અને જયનાદથી, આરામ અને ઊંઘમાં ખલેલ પડવાથી ત્રાસી જઈ, પોતાનું કપાળ કૂ ટી, લોકોને, શાંતિ રાખવા વિનંતી કરવી પડી. ૯ બનારસ : વિદ્યાર્થીઓ સાથે વાતચીત.  જાહે ર સભા. ૧૦ બનારસ : કાશી વિદ્યાપીઠ ખુલ્લી મૂકી, સમય સવારે .  ફૈ ઝાબાદ.  અયોધ્યા. ૧૧ લખનૌ : વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન. ૧૨ દિલ્હી. [ ફેબ્રુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


૧૩ દિલ્હી : હકીમ અજમલખાનની તબીબી કૉલેજનું ઉદ્ઘાટન. એના મકાનનો પાયો નાખનાર માજી વાઇસરૉય લૉર્ડ હાર્ડિંજ અને એમનાં પત્નીની છબીઓ પણ આ પ્રસંગે ખુલ્લી મૂકી. ૧૪ દિલ્હી. ૧૫ દિલ્હી.  ભીવાણી : કિસાન પરિષદમાં હાજર, પ્રમુખ લાલા લજપતરાય. ૧૬ રોહતક : કિસાન પરિષદમાં બોલ્યા. ૧૭થી ૧૮ લાહોર. ૧૯ ગુજરાનવાલા : ભાષણો –  સ્ત્રીઓની સમક્ષ અને જાહે ર સભામાં. ૨૦ રાવળપિંડી : સભાઓ-સ્ત્રીઓની તથા જાહે ર.  અહીંથી નીકળતા

હતા ત્યારે નાનકાના હત્યાકાંડના સમાચાર આવ્યા. ૨૧થી ૨૨ લાહોર : આ હત્યાકાંડ વિશેની વિગતવાર માહિતી શીખ ભાઈઓ પાસેથી મેળવી. ૨૩ (લાહોર). ૨૪ અમૃતસર : સ્વરાજ આશ્રમ અને રાષ્ટ્રીય શાળા ખુલ્લાં મૂક્યાં. ૨૫ લાયલપુર : જાહે ર સભા, સમય સવાર.  શ્રી : શીખોની સભા. ૨૬ લખનૌ. ૨૭ લખનૌ : જિલ્લા ખિલાફત પરિષદમાં અસહકાર સંબંધી ભાષણ.  નાનકાના સાહે બ.  લાહોર. ૨૮ મુલતાન. 

‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… લવાજમ માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. 

તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા  બ્રાન્ચૹ આશ્રમ રોડ કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨1]

77


મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં પુસ્તકો

પુસ્તકો મેળવવા ઃ ઑન-લાઇન www.navajivantrust.org

sales@navajivantrust.org

ઇમેલ ફોન રૂબરૂ

૦૭૯–૨૭૫૪૦૬૩૫, ૨૭૫૪૨૬૩૪ નવજીવન પ્રકાશન મંદિર, ગૂજરાત વિદ્યાપીઠ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ–૧૪ (સોમ–શનિ, ૧૦:૩૦ થી ૫)

વિશ્વશાંતિની ગુરુકિલ્લી ₨35 સૉક્રેટિસથી માર્ક્સ ₨120 દીપનિર્વાણ ₨220 ઇતિહાસકથાઓ : રોમ – ગ્રીસ ₹225

‘દર્શક’નાં નવજીવન-પ્રકાશિત તમામ પુસ્તકોનો સંપુટ

₨1465 ₨1250

(રવાનગી સાથે)

વાગીશ્વરીનાં કર્ણફૂલો ₨250 સદ‌્ભિઃ સંગઃ ₨300 મારી વાચનકથા ₨120 અંતિમ અધ્યાય ₨75 પરિત્રાણ ₨120


નવજીવન સાંપ્રત અંતર્ગત પ્રકાશિત પુસ્તકોની યાદી ગુજરાતી પુસ્તક

અંતરનું એકાંત એક્ઝામ વોરિયર્સ કન્ફેશન બૉક્સ કેવા એ દિવસો અને કેવા કેવા લોકો મહાત્મા ગાંધી : સંચારની શાશ્વત કળા ગાંધીજન તો એને રે કહીએ દેશદર્શન અને માર્ગદર્શન ગ્રામીણ વિકાસના ચાર સ્તંભ પ્રજાજીવનના પ્રવાહો ચાલો ચરખો રમીએ ટ્રેન ટેલ્સ ત્યારે લખીશું શું? @ પોસ્ટ... લાગણીની અક્ષરયાત્રા પરિક્રમા પુરુષાર્થ પોતાનો : પ્રસાદ પ્રભુનો પૂર્વરં ગ હિમરં ગ પુનરાગમન : સમગ્ર મરીઝ પંખીઓની ભાઈબંધી બનારસ ડાયરી મનનો ટૉકટાઇમ મારો અસબાબ વીસરાતી વિરાસત વર્ટિકલ્સ સરનામાં વિનાનાં માનવી સ્ટેચ્યૂ શતરં જ ળળળ...

महाभारत—मानव स्वभाव का महाकाव्य संभवामि क्षणे क्षणे क्रांतिपुरुष गांधीजी अस्तित्व का उत्सव—इशावास्यम चार्ली चेप्लिन मंटो—एक बदनाम लेखक वे दिन वे लोग अकबर इलाहाबादी कृत : गांधीनामा चालो चरखो रमीए Gujarat Celebrating Earth 23 Grams of Salt : Retracing Gandhi’s March to Dandi Oh My Son! Mahatma—A Great Communicator Women, Work and Peace Tryst with Destiny Chalo Charkho Ramie 79

લેખક

માધવ રામાનુજ નરે ન્દ્ર મોદી રામ મોરી અંબાશંકર નાગર ડૉ. ધીરજ કાકડિયા ધીરુભાઈ મહે તા ધીરુભાઈ મહે તા મણિલાલ એમ. પટેલ મણિલાલ એમ. પટેલ અવની વરિઆ અંકિત દેસાઈ શિલ્પા દેસાઈ શિલ્પા દેસાઈ કૅ પ્ટન નરે ન્દ્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી ડૉ. પ્રતિભા આઠવલે સંપા. અપૂર્વ આશર લાલસિંહ રાઓલ વિવેક દેસાઈ પ્રણવ પંડ્યા જનક ત્રિવેદી અનુ. ચિન્મય જાની મૃગાંક શાહ મિત્તલ પટેલ અનિલ જોશી પ્રશાંત દયાળ પ્રતિષ્ઠા પંડ્યા हिन्दी गुणवंत शाह गुणवंत शाह गुणवंत शाह गुणवंत शाह विनोद भट्ट विनोद भट्ट अंबाशंकर नाग(सं॰) रंजना हरीश (सं॰) संजय गर्ग अवनि वरिआ English Raghu Rai Jyotsna Bhatt Anuj Ambalal

Seema Saxena Dhiraj Kakadia Ela Bhatt and Margie Sastry Dr. H. L. Trivedi Avni Varia

૪૦૦.૦૦ ૧૦૦.૦૦ ૧૫૦.૦૦ ૨૫૦.૦૦ ૨૫૦.૦૦ ૧૨૫.૦૦ ૧૭૫.૦૦ ૧૩૦.૦૦ ૧૩૦.૦૦ ૧૫૦.૦૦ ૧૨૫.૦૦ ૧૫૦.૦૦ ૧૭૫.૦૦ ૩૫૦.૦૦ ૩૦૦.૦૦ ૪૨૫.૦૦ ૬૦૦.૦૦ ૩૫૦.૦૦ ૬૦૦.૦૦ ૧૫૦.૦૦ ૧૮૦.૦૦ ૨૦૦.૦૦ ૧૦૦.૦૦ ૧૭૫.૦૦ ૧૨૫.૦૦ ૫૦૦.૦૦ ૨૦૦.૦૦

850.00 600.00 950.00 600.00 80.00 150.00 250.00 200.00 150.00 3000.00 3000.00 5000.00 350.00 400.00 250.00 300.00 150.00


સ્વદેશને અને ઈશ્વરને એકીસાથે કેવી રીતે વફાદાર રહી શકીએ?…

80


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.