Navajivanno Akshardeh December 2018

Page 1

વર્ષૹ ૦૬ અંકૹ ૧૨ સળંગ અંકૹ ૬૮ • ડિસેમ્બર ૨૦૧૮

છૂ ટક કિંમત ઃ _ ૧૫

ભાઈ અમૃતલાલ ઠક્કર પોતાનો સંન્યાસ શોભાવી રહ્યા છે. એમણે ભગવાં તો નથી પહે ર્યાં, પોતાને સંન્યાસી તરીકે ઓળખાવતા પણ નથી; છતાં કામ સંન્યાસીને શોભે એવું એટલે પરોપકારનું કરી રહ્યા છે. બુઢ્ઢા થયેલ છે છતાં સુખે બેસતા નથી અને પોતાની આસપાસનાંને બેસવા દેતા નથી. દુઃખનો દાવાનળ ચોમેર સળગી રહ્યો હોય ત્યાં સુખે કોણ બેસી શકે? અથવા એદી જ બેસી શકે. ભાઈ અમૃતલાલ અંત્યજોના ગોર તો છે જ, હવે પહાડી જાતિઓના ગોર બનવાની સાધના સાધી રહ્યા છે. [મો. ક. ગાંધી, ગાં. અ. ૩૦ : ૨૩૨]


વર્ષૹ ૦૬ અંકૹ ૧૨ સળંગ અંકૹ ૬૮ • ડિસેમ્બર ૨૦૧૮ છૂ ટક કિંમત ઃ _ ૧૫

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

૧. ઠક્કરબાપા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . રાજ ેન્દ્ર પ્રસાદ. . . ૩૮૩ ૨. દેવપુરુષ ‍ શ્રી ઠક્કરબાપા . . . . . . . . . . . . . . . . . .કાકાસાહે બ કાલેલકર. . . ૩૮૪

કિરણ કાપુરે

૩. ગાંધીજી અને ઠક્કરબાપા. . . . . . . . . . . . . . . . . . . ગંભીરસિંહ ગોહિલ. . . ૩૮૭

પરામર્શક

૪. નોઆખાલીમાં ઠક્કરબાપા. . . . . . . . . . . . . . . . . . . . કાન્તિલાલ શાહ. . . ૩૯૨

કપિલ રાવલ સાજસજ્જા

૫. કિસાનોની કંગાલિયત. . . . . . . . . . . . . . . . . . . . . . . . .સરદાર પટેલ. . . ૩૯૫

અપૂર્વ આશર

૬. આર્થિક નિયતિવાદ. . . . . . . . . . . . . . . . . . . . . . . નરહરિ દ્વા. પરીખ. . . ૩૯૯

આવરણ ૧ ગાંધીજી અને ઠક્કરબાપા [મદ્રાસ, જાન્યુ. ૧૯૪૬]

૭. ગાંધીજીનું પત્રકારત્વ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . રમણ મોદી. . . ૪૦૩

આવરણ ૪ વિચારની અરાજકતા [નવજીવન ૨૦-૧૦-૧૯૨૯] વાર્ષિક લવાtજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

૮. રાજાજી — હર મોસમના માનવી. . . . . . . . . . . . એન. એ. પાલખીલવાળા. . . ૪૦૬ ૯. વ્યાયામ અને પ્રાણાયામ. . . . . . . . . . . . . . . . . . . . .વી. પી. ગિદવાણી. . . ૪૦૯ ૧૦. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૪૧૩  ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… . . . . . . . . . . . .. . .૪૧૪

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (3–18)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 3 એ માર્ચ મહિનો અને 18 એ 2018નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૩૮૨


ઠક્કરબાપા રાજ ેન્દ્ર પ્રસાદ ગાંધી સાર્ધશતાબ્દીની સાથે આ વર્ષે ઠક્કરબાપાની સાર્ધશતાબ્દી(1869-1951) પણ ઊજવાઈ રહી છે. માન્યું કે ગાંધીજી અને સરદાર પટેલની સ્મૃતિમાં થતી સરકારી ઊજવણીઓમાં ઠક્કરબાપા ભુલાઈ ગયા છે, પરં તુ ઠક્કરબાપાએ કરે લાં વ્યાપક જનસેવાનાં કાર્યો અનાદિકાળ સુધી ભુલાય એમ નથી. ઠક્કરબાપાના સેવાકાર્યનો લાભ દેશને સાડા ચાર દાયકા સુધી મળતો રહ્યો. જાહે ર જીવનમાં પ્રવેશ્યા પછી તેઓ અવિરત ગરીબ-શોષિત-પીડિતના પડખે રહ્યા. વિશેષ કરીને આદિવાસી અને અસ્પૃશ્યતાનિવારણ ક્ષેત્રે તેમનું કાર્ય જંગી રહ્યું. આ ઉપરાંત, જ્યાં પણ કુદરતી આફત આવી ૧૮૮૪ • ૧૯૬૩ પડી હોય ત્યારે ત્યાં ઠક્કરબાપાની અચૂક હાજરી રહી છે. જોકે તેમનું કાર્ય દસ્તાવેજી રીતે અણખેડાયેલું રહ્યું છે, એટલે જ તેમનું બૃહદ્ ચરિત્ર લખનાર કાન્તિલાલ શાહ બાપા વિશે નિવેદનમાં લખે છે : “પોતે મૂંગા, એમનું કામ મૂંગું, એમનો સ્વભાવ મૂંગો. આ કારણે એમનું વ્યક્તિત્વ એમના કાર્યમાં ભળી ગયું. આથી એમના જીવનનું, એના વિધવિધ પ્રસંગોનું સ્થૂળરૂપે જ ે દર્શન થવું જોઈએ એ વિરાટ કામો જોતાં પ્રમાણમાં બહુ ઓછુ ં થયું છે.” સેવામૂર્તિ ઠક્કરબાપાના જીવન અને તેમના સેવાકાર્યને સંપૂર્ણ રીતે જાણી શકાય તે રીતે વિવિધ લેખો ચયન કરીને અહીં મૂક્યા છે.

શ્રી ઠક્કરબાપાનું જીવન આપણે માટે એક આદર્શ

રજૂ કરે છે. પૈસા કમાનારને પ્રાપ્ય એવું આરામનું જીવન છોડીને ગરીબીનું જીવન ગાળવાનો એમણે નિશ્ચય કર્યો ત્યારથી માંડીને જીવનના છેલ્લા દિવસ સુધી એમની એકેએક ક્ષણ ગરીબો, પીડિતો અને દરે ક રીતે પછાત એવા લોકોની સેવામાં જ વીતી. એમની પોતાની રહે ણીકરણી પણ મામૂલી ગરીબ આદમીના જ ેવી જ હતી. સારાયે ભારતવર્ષમાં જ્યાં કંઈ દુકાળ, રે લ કે ભૂકંપને કારણે લોકો સંકટમાં આવી પડે ત્યાં તેમની મદદમાં ઠક્કરબાપા પોતાના કેટલાક અનુયાયીઓ સાથે પહોંચી જતા. તેમણે પોતાનું જાહે ર જીવન આ જાતના કામથી શરૂ કર્યું અને ગરીબોની સેવા માટે તેઓ ધીરે ધીરે એક પછી એક સંસ્થાઓ સ્થાપતા ગયા. ભારતના પછાત વર્ગોમાં મોટે ભાગે હરિજનો ને આદિવાસીઓ હોય છે, એટલે એ લોકોની સેવા ને ઉન્નતિના પ્રશ્નોમાં ઠક્કરબાપા લગભગ શરૂઆતથી જ રસ લેતા હતા. नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

ભીલ સેવા મંડળની સ્થાપના દ્વારા આદિવાસીઓની સેવા કરવાની ભાવના બીજાઓમાં જાગ્રત કરીને તેમણે જ ે પ્રવૃત્તિ શરૂ કરી તેણે વખત જતાં ભારતવર્ષમાં જ્યાં જ્યાં એ લોકો વસે છે ત્યાં ત્યાં વિશાળ અને મહત્ત્વપૂર્ણ સ્વરૂપ ધારણ કર્યું છે. આ કામમાં આજ ે કેવળ આદિમ જાતિ સેવક સંઘ અને એવી બીજી સંસ્થાઓ જ નથી પણ બધી રાજ્ય સરકારો અને મધ્યસ્થ સરકાર પણ એમાં પૂરેપૂરો સાથ આપી રહી છે. આમ જ્યારે હરિજનોની સેવાનો પ્રશ્ન ઊભો થયો અને એમને માટે સંગઠિત રીતે કામ કરવા માટે હરિજન સેવક સંઘની સ્થાપના કરવામાં આવી ત્યારે તેમાં પણ ઠક્કરબાપા મોખરે હતા. એ કામ પણ આજ ે કેવળ બિનસરકારી ન રહે તાં સરકારનું કામ પણ બન્યું છે. ૧૯૩૨ના સપ્ટેમ્બરમાં મહાત્મા ગાંધી યરવડા જ ેલમાં હરિજન પ્રશ્ન અંગે ઉપવાસ કરતા હતા એ 383


તેઓ નહીં જ ેવું જ ખર્ચ કરતા. વૃદ્ધાવસ્થામાં ને બીમારીમાં પણ તેમણે ત્રીજો વર્ગ છોડીને ઉપરના વર્ગમાં ભાગ્યે જ કદી મુસાફરી કરી હતી. તેઓ લગભગ હમેશાં પ્રવાસમાં જ રહે તા એનો વિચાર કરીએ છીએ ત્યારે આ રીતે તેઓ કેટલા પૈસા બચાવી લેતા હશે અને કેટલું કષ્ટ ભોગવતા હશે તેનો ખ્યાલ આવે છે. એક બાજુ એમનું હૃદય એટલું કોમળ હતું કે, દુઃખીઓનું દુઃખ જોઈને પીગળી જતું, બીજી બાજુ પોતાના સાથીઓ પાસે કામ લેવામાં તેઓ એટલા સખત હતા કે કેટલાક લોકો એ બાબતમાં એમની ટીકા કરતા. પણ ખરું જોતાં જ ેટલી સખતાઈ તેઓ બીજા પર કરતા તેના કરતાં અનેક ગણી પોતાની જાત પર કરતા. તેથી તેમની સખતાઈમાં પણ મીઠાશ આવી જતી અને તેમના સાથીઓ તે હસતાં હસતાં સહી લેતા. જીવનના છેલ્લા દિવસ સુધી લોકસેવાના કાર્યમાં જ મંડ્યા રહીને ઠક્કરબાપા આપણે માટે એક આદર્શ મૂકી ગયા છે. જ ેઓ દેશસેવા કે લોકસેવાને જીવનધ્યેય બનાવવા માગતા હોય તેમણે એ આદર્શ હમેશાં પોતાની નજર સમક્ષ રાખવો જોઈએ.

ચિંતાની ઘડીઓમાં સૌ એવો કોઈક રસ્તો કાઢવા માગતા હતા જ ેથી હરિજનોનું હિત અને તેમના હકો સચવાય તથા મહાત્માજી ઉપવાસ છોડે. તે વખતે ઠક્કરબાપાએ હરિજનોના હિતમાં જ ે કામ કર્યું તે ચિરસ્મરણીય રહે શે. હરિજન સેવક સંઘની સ્થાપના થઈ તો તેનું કામ પણ તેમણે નિષ્ઠાપૂર્વક ચલાવ્યું. ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે ઠક્કરબાપાએ વિકટમાં વિકટ સ્થળોએ જઈને આદિવાસીઓની સ્થિતિની તપાસ કરી અને એમના તથા હરિજનોના હકોના રક્ષણ માટે બંધારણમાં જરૂરી કલમો દાખલ કરાવી. આ જાતના કામથી ઠક્કરબાપા કદી થાકતા જ નહીં. દેશના એકેએક ખૂણામાં તેઓ ફરી વળ્યા. ભીલ સેવા મંડળની સ્થાપના કરીને આદિવાસીઓની સેવા કરવાનું જ ે કામ તેમણે આરં ભ્યું હતું તેને આગળ વધારવા આદિમ જાતિ સેવક સંઘની સ્થાપના કરી. આ વિષયમાં જ ેટલું વ્યાપક જ્ઞાન ઠક્કરબાપા ધરાવતા તેટલું ભાગ્યે જ બીજુ ં કોઈ ધરાવતું હશે; કારણ કે એમના સિવાય ભાગ્યે જ કોઈએ આદિવાસીઓ અને હરિજનોના પ્રદેશમાં એટલો પ્રવાસ કરીને એમનો સંપર્ક સાધ્યો હશે. એમનું જીવન પણ એટલું સાદું હતું કે પોતા માટે

[કાન્તિલાલ શાહ લિખિત ઠક્કરબાપા પુસ્તકની પ્રસ્તાવના] 

દેવપુર‍ુષ શ્રી ઠક્કરબાપા કાકાસાહે બ કાલેલકર

…ઠક્કરબાપાએ પોતાની 82 વરસની પરિપક્વ વર્ષાકાળમાં પોતાનું બધું જ પાણી પૃથ્વીને આપ્યા ઉંમર સુધી પોતાની બધી શક્તિ દલિતોની સેવામાં ખરચી નાખી, એમની પાસે જ ે કાંઈ બુદ્ધિશક્તિ, હૃદયશક્તિ, શરીરશક્તિ — એટલે કે સંપૂર્ણ સેવાની શક્તિ હતી એ બધી જ અનાથોની સેવામાં એમણે ખરચી નાખી, બાકી કાંઈ જ રહે વા ન દીધું. 384

પછી શરદઋતુનાં વાદળો જ ેમ હલકાં થઈને ચાલ્યાં જાય છે, એવી જ રીતે પોતાની બધી જ શક્તિનો સેવામાં વ્યય કરીને કૃ તાર્થ થઈને ઠક્કરબાપાએ ભગવાનનાં ચરણો તરફ પ્રયાણ કર્યું. એમના મૃત્યુ પર આપણે શોકના ઉદ્ગાર નહીં કાઢવા જોઈએ. [ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ધન્યતાના ઉદ્ગાર જ એમને માટે યોગ્ય છે. શ્રી ઠક્કરબાપા કાંઈ કોઈ અસાધારણ શક્તિશાળી પુરુષ ન હતા. પણ અનન્ય, એકનિષ્ઠ સેવાના સંકલ્પને લીધે અને એમાં દૃઢ રહે વાને લીધે તેઓ લોકોત્તર પુરુષ બની શક્યા. જ્યારે મેં એમને પ્રથમ જોયા ત્યારે તેઓ સાંગલી રાજ્યમાં સ્ટેટ ઇંજિનિયર હતા. મારા પિતાજી એ જ રે રી ઑફિસર હતા અને ડૉ. દેવ મેડિકલ રાજ્યમાં ટ્ઝ ઑફિસર. પિતાજીના સમકાલીન અને સમવ્યવસાયી હોવાને લીધે મારા મનમાં તે વખતથી જ એ બંને પ્રત્યે આદરભાવ હતો. પછીથી ઠક્કરબાપા અને ડૉ. દેવ બંને નોકરી છોડીને ભારતસેવક ગોખલેની સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના સદસ્ય બન્યા. રાજસેવાને છોડીને ભારતસેવાની દીક્ષા એમણે લીધી અને પોતાના જીવનને કૃ તાર્થ કર્યું. સ્વતંત્ર ક્ષેત્ર ઉત્પન્ન કરવાનો વિફળ પ્રયત્ન ન કરતાં તેઓએ પોતાના સ્વભાવને અનુકૂળ ‘ભારત સેવક સમાજ’ના સદસ્ય થવાનું પસંદ કર્યું અને સેવામય જીવન શરૂ કર્યું. કેવળ સેવામાં એમને એટલો સંતોષ હતો કે જ્યારે ભારત સેવક સમાજના અધ્યક્ષ બનવાનો એમનો વારો આવ્યો ત્યારે એમણે એનો ઇનકાર કરી શ્રી દેવધરજીને એ સ્થાન આપી દીધું. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી પાછા ભારત આવીને વસ્યા ત્યારે ઠક્કરબાપા ગાંધીજી પાસે આવ્યા અને ગાંધીજીની મદદથી એમણે પોતાનું સેવાકાર્ય વધાર્યું. ક્યાંય રે લ આવે, દુકાળ પડે અથવા એવું કોઈ પણ સંકટ ઊભું થાય કે તરત ઠક્કરબાપા ત્યાં પહોંચીને સેવાકાર્યનું સંગઠન કરે અને એમની કાર્યશક્તિ ઓળખીને ગાંધીજી તરત એમને મદદ પહોંચાડે. ઠક્કરબાપાએ બે કામોને ખાસ પોતાનાં કર્યાં હતાં. એક હરિજનસેવા અને બીજુ ં ભીલ આદિ આદિવાસીઓની ઉન્નતિનું. ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં ભીલોની સેવાથી એમણે શરૂઆત કરી. नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

એ જ કામ આગળ જતાં ઓરિસા, આસામ, મધ્ય પ્રાંત આદિ અનેક ક્ષેત્રોમાં એમણે વધાર્યું. હરિજન સેવક સંઘના તો તેઓ પ્રધાનમંત્રી હતા જ. એમના કાર્યની અનુકૂળતા માટે બિરલાજીએ દિલ્હીમાં એક મોટી સંસ્થા સ્થાપી. કાયદા-કાનૂનથી અને વિધાન દ્વારા જ ેટલું થઈ શકે, સ્વરાજ્ય સરકારે અસ્પૃશ્યતાને પૂરી દફનાવી દીધી છે. હવે અસ્પૃશ્યતાનિવારણની બે બાજુ બાકી છે. અસ્પૃશ્યોની આર્થિક હાલત સુધારવાની અને સારામાં સારી કેળવણી આપી એમને રાષ્ટ્રીય જીવનમાં પોતાનો ભાગ લેવા લાયક બનાવવાનું એક જ પાસું ઠક્કરબાપાએ પોતાના હાથમાં લીધું હતું. બીજી બાજુ છે — સવર્ણો વચ્ચે ચળવળ ચલાવી એમનું હૃદયપરિવર્તન કરાવવાનું. આ કામ શ્રી જમનાલાલજી આદિ સુધારકોએ કર્યું. એવું કામ ઠક્કરબાપાએ હાથમાં નહોતું લીધું. આની તરફ હવે રાષ્ટ્રનું ધ્યાન વધારે જવું જોઈએ. નહીં તો સનાતન સમાજ વધારે ને વધારે સડતો જ રહે વાનો. શ્રી અપ્પાસાહે બ પટવર્ધન1 જ ેવા કોઈ સત્પુરુષનું આ કામ છે. આદિવાસીના પ્રશ્નોનો જ ેટલો અભ્યાસ થવો જોઈએ, એટલો હજી સુધી થયો નથી. ઈસાઈ મિશનરીઓએ અને અંગ્રેજ રાજ્યકર્તાઓએ આ પ્રશ્નનો ઊંડો અભ્યાસ કર્યો હતો ખરો, પણ એમની દૃષ્ટિ હિં દુ સમાજને સંગઠિત કરવાની ન હતી. જ્યાંત્યાં ભેદ વધારી પોતાનું સ્થાન મજબૂત કરવું એ જ હતી મોટે ભાગે એમની નીતિ. આ સમર્થ લોકો સાથે જરાય સંઘર્ષ કર્યા વગર ઠક્કરબાપાએ આદિવાસીની સેવાનું કામ પોતાના હાથમાં લીધું. એમની આ કાર્યકુ શળતા ધ્યાનમાં લેવા જ ેવી છે. આપણા દેશના અનેક લોકોએ આદિમ જાતિઓના 1. ગાંધીજીના સહકાર્યકરોમાંના એક, ‘કોંકણના ગાંધી’ તરીકે ઓળખ પામેલા, સમાજસુધારક. 385


જીવનનું અધ્યયન શરૂ કર્યું છે, પણ ઊંચી સાંસ્કૃતિક અને જાગતિક ભૂમિકા પર ઊભા રહી આ પ્રશ્નનો ઉકેલ એમણે સૂચવ્યો નથી. જ ેમ અમેરિકન લોકો, પોતાના દેશમાં જ ે કોઈ આવે એને અમેરિકી બનાવી દે છે અથવા જ ે રીતે મિશનરીઓ દુનિયાભરની બધી જાતિઓને ઈસાઈ ધર્મની દીક્ષા આપવા કૃ તનિશ્ચયી છે, એવો ઉકેલ આપણા કામનો નથી. “આદિવાસીઓને સનાતન સમાજમાં સ્થાન અપાવ્યું એટલે આપણું બધું કામ પૂરું થયું” એવી સ્થિતિ નથી. આદિવાસીઓની પોતાની એક સંસ્કૃતિ છે. આજકાલના જીવનકલહમાં એ પરાસ્ત થઈ છે ખરી, પણ એ સંસ્કૃતિમાં સાચવી રાખવા જ ેવો અંશ ઘણો છે. જીવનકલહમાં પરાસ્ત થઈને જ ે લોકો જંગલમાં જઈને વસ્યા અને ત્યાંના જીવનમાં ઓતપ્રોત થઈ ગયા, એમના ઉદ્ધારનો સવાલ સહે લો નથી. એમને હિં દુ સમાજમાં સામેલ કરતી વખતે અને સ્વતંત્ર ભારતના નાગરિકની દીક્ષા આપતી વખતે ખાસ સાચવવું જોઈએ કે આપણા જૂ ના દોષોનો વારસો એમના પર ન લદાય. શ્રી ઠક્કરબાપાએ અનન્ય સેવા દ્વારા આખા રાષ્ટ્રનું ધ્યાન આદિવાસીના સવાલ તરફ દોર્યું જ છે. શ્રી ભગવાનદાસ કેલાએ અને શ્રી અખિલ વિનયે આ વિષય પર એક સરસ પુસ્તક1 હિં દીમાં લખ્યું છે. હવે

ગંભીરતાપૂર્વક ભવિષ્યની દિશા ગોતી ઠક્કરબાપાનું કામ આગળ ચલાવવાનું આપણું કર્તવ્ય થઈ પડે છે. એટલું તો આપણે કરવું જ જોઈએ કે આપણું અધ્યયન અને આપણી ઉપાય-યોજના મિશનરીઓના પ્રયત્નથી ઓછી અથવા છીછરી ન હોય. ઠક્કરબાપાની કાર્યકુ શળતાની સર્વશ્રેષ્ઠ બાજુ એ હતી કે, એમણે દરે ક ક્ષેત્ર માટે અનન્ય નિષ્ઠાવાન કાર્યકર્તા તૈયાર કર્યા. યુવકોને પોતાના કામમાં ખેંચી, કડક શાસન દ્વારા એમને સેવાની તાલીમ આપવી અને પુત્રવત્ પ્રેમથી એમને કૃ તાર્થ કરવા — એ જ હતું ઠક્કરબાપાનું કામ. ભીલ સેવા મંડળના શ્રી વણીકર, કર્ણાટકથી આવીને આસામમાં કામ કરનારા શ્રી ભંડારી, મુંબઈનો પોતાનો વેપાર છોડી દઈ દલિતોની સેવાની દીક્ષા લેનારા શ્રી લક્ષ્મીદાસ શ્રીકાન્ત, ઠક્કરબાપાનું દફતર પૂરી યોગ્યતાથી ચલાવનારા શ્યામલાલજી આદિ અનેક કાર્યકર્તા આ વસ્તુની સાક્ષી આપશે. ઠક્કરબાપા કામ લેવામાં લશ્કરી સેનાપતિ જ ેવા અને પ્રેમ કરવામાં પિતા જ ેવા હતા. એવા લોકોએ જ ઠક્કરબાપાને ‘બાપા’નો ઇલકાબ આપ્યો હતો. ગાંધીજીએ એમને ‘હરિજનોના પુરોહિત’ કહ્યા હતા. ‘ભારત સેવક’ તો તેઓ હતા જ. સ્વતંત્ર ભારતને ઠક્કરબાપા જ ેવા સેંકડો સેવકોની જરૂર છે.

1. हमारी आदिम जातियाँ

[કાલેલકર ગ્રંથાવલિ-8માંથી] 

ગાંધીજી અને અન્ય : કે ટલાંક સંદર્ભ પુસ્તકો ગાંધીજીનું ધર્મદર્શન લે. મ. જો. પટેલ, પ્રકાશક : ગુજરાત ગ્રંથ નિર્માણ બાૅર્ડ (શ્રીમદ્ રાજચંદ્ર, હે નરી ડેવિડ થોરો, જ્હોન રસ્કિન અને કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય સાથે ગાંધીજીનો પરિચય, વિચાર અને પ્રભાવ) આઇન્સ્ટાઈન અને ગાંધીજી લે. પ્રહલાદભાઈ ચુ. વૈદ્ય, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી લે. મુકુલભાઈ કલાર્થી, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ ગાંધીજીના સમકાલીનો લે. દશરથલાલ શાહ, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ ગાંધીજી અને પાંચ સાક્ષરો લે. ધીરુભાઈ ઠાકર, પ્રકાશક : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ 386

[ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજી અને ઠક્કરબાપા ગંભીરસિંહ ગોહિલ

અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર(1869-1951) આવતાં પ્રતિષ્ઠિત જસવંતસિંહજી સ્કૉલરશિપ સંસ્કારી ઘોઘારી લોહાણા જ્ઞાતિમાં ભાવનગરમાં જન્મ્યા હતા. ગાંધીજીના તેઓ સમવયસ્ક. તેમના મોટાભાઈ પરમાનંદદાસ ગાંધીજી સાથે 1888માં શામળદાસ કૉલેજમાં જ ભણ્યા. માતાપિતા પણ સેવાપરાયણ. દીકરાઓ કમાતા થયા એટલે પિતા વિઠ્ઠલદાસે ગુમાસ્તાની નોકરી છોડી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે લોહાણા બોર્ડિંગ શરૂ કરી. પોતે પગાર ન લેતા અને વિદ્યાર્થીઓ માટે પણ ફી નહીં. જ્ઞાતિમાંથી ફાળો એકત્ર કરીને ખર્ચની વ્યવસ્થા થતી. માતા મૂળીબાઈ ઘણી વાર બોર્ડિંગમાં જઈ સફાઈ કરી આપતાં. આમ, અમૃતલાલને માતાપિતા પાસેથી સેવાના સંસ્કારો મળ્યા. અમૃતલાલનો શાળાનો અભ્યાસ ભાવનગરની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં થયો. મૅટ્રિકમાં ઉચ્ચ ક્રમાંક

મેળવી. પિતાએ ઉચ્ચ અભ્યાસ માટે તેમને પૂનાની ઇજનેરી કૉલેજમાં મોકલ્યા. 1890માં એલ.સી.ઈ.ની ડિગ્રી મેળવી અને પછી તેમણે સોલાપુર જિલ્લામાં નખાતી રે લવેના કામમાં ઓવરસિઅર તરીકેનું કાર્ય કર્યું. તે પછી સૌરાષ્ટ્ર વિસ્તારની રે લવેમાં મદદનીશ ઇજનેર તરીકે જોડાયા. તેમાં લાઠી, જામનગર, ભાવનગર, પોરબંદર વગેરે સ્થળે ફરવાનું થયું. ઇજનેર તરીકે તેઓ અમલદારી ઠાઠથી રહે તા, પણ તે વખતે સ્વાભાવિક ગણાતી લાંચરુશવતની બદીથી તેઓ દૂર રહ્યા. પ્રામાણિકતાના આગ્રહથી તેમના વિરુદ્ધ ખટપટો શરૂ થઈ, જ ેનાથી કંટાળીને તેમણે રાજીનામું આપ્યું અને બાદમાં વઢવાણ, પોરબંદર વગેરે દેશી રજવાડાંઓમાં નોકરી કરી. 1899થી 1901માં તેઓ કૅ ન્યા-યુગાન્ડાનું

ગાંધીજી સાથે નોઆખાલીમાં

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

387


રે લવેનું કામ સંભાળવા પૂર્વ આફ્રિકા ગયા. ત્યાં સખત કામ કરીને ત્રણ વર્ષે પરત ફર્યા. તેઓ મુંબઈ બંદરે ઊતર્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા. પગારની રકમ તેમણે અગાઉથી જ મિત્રો અને સ્વજનોને આપી દીધી હતી. જોકે સાથે ગયેલો તેમનો રસોઇયો પાંચસો રૂપિયા બચાવીને આવ્યો હતો! અમૃતલાલનાં બે વખત લગ્ન થયેલાં, પણ બંને પત્નીઓનાં અવસાન થયાં. દીકરાનું પણ પાંચ-છ વર્ષે અવસાન થયું; આથી તેઓ એકલા પડી ગયા હતા. આ દરમિયાન તેમણે સાંગલી દેશી રિયાસતમાં નોકરી કરી. 1905-06 તેઓ મુબ ં ઈ સુધરાઈની રે લવેલાઇનનું કામ સંભાળતા. અહીં તેઓ સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના સેંકડો સફાઈકામદારોના સંપર્કમાં આવ્યા. રોગગ્રસ્ત વિસ્તારમાં વસતાં ભંગી સ્ત્રીપુરુષો અને બાળકોની બેહાલી તેમણે નજરે જોઈ. ઠક્કરે તેમના માટે પ્રાથમિક શાળા શરૂ કરી, આરોગ્ય માટે પ્રબંધ કર્યો અને તેમને શાહુકારોના પંજામાંથી છોડાવ્યા. સાથે સહકારી મંડળીઓ પણ સ્થાપી. તે દરમિયાન કરે લાં સર્વેક્ષણોએ તેમના કાર્યને વ્યવસ્થિત અને મજબૂત બનાવ્યું. ગરીબોની સેવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ તેમની કાર્યપદ્ધતિની વિશેષતા બની. સેવાકાર્ય માટે તેમણે પોતાના પિતાને ગુરુપદે સ્થાપ્યા. 1900 થી 1913ના સમય દરમિયાન ડિપ્રેસ્ડ ક્લાસિસ મિશનના સ્થાપક અને અસ્પૃશ્યતાનિવારણના પ્રખર હિમાયતી વિઠ્ઠલ રામજી શિંદે, સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીસમાનતાના ભેખધારી ડી. કે. કર્વે અને હિં દ સેવક સમાજના જી. કે. દેવધરના ઘનિષ્ઠ પરિચયમાં આવ્યા; જ ેમને ત્રણેને પણ તેમણે ગુરુપદે સ્થાપ્યા. ગાંધીજી અને ગોપાલકૃ ષ્ણ ગોખલેને તેમણે ગુરુસ્થાને ન સ્થાપ્યા; કારણ કે તેઓ પોતાને તેમના શિષ્ય થવાને લાયક ગણતા નહીં. આ તેમની નમ્રતા જ હતી. ગોખલેજીના પરિચય સાથે જ તેમણે આરં ભેલા 388

ભારત સેવક સમાજમાં જોડાઈ જવાનું તેમને આકર્ષણ હતું. પણ તેમના પિતાશ્રીની નોકરી છોડવાની ના હતી. તે વાતને તેમણે સ્વીકારી પણ, પરં તુ 1913માં પિતાનું અવસાન થતાં આખરે તેમણે નાનાભાઈ ડૉ. કેશવલાલ ઠક્કર સામે હૃદયની વાત મૂકી. નાનાભાઈએ આગ્રહ કર્યો કે પાંચ વર્ષ ખમી જાવ. પેન્શન શરૂ થઈ જતાં નોકરી છોડજો. પણ હવે તેમનું મન વિલંબ માટે તૈયાર નહોતું. નિર્ણય કરી લીધો. ભાઈઓને પત્રો લખ્યાં કે, મારા પર કોઈનું કશું પણ લેણું હોય તો કહે જો. ભારત સેવક સમાજમાં રજૂ આત કરી દીધી. સંમતિ મળતા નોકરીનું રાજીનામું આપી 6 ફે બ્રુઆરી, 1914થી ભારત સેવક સમાજના કાર્યકર તરીકે જોડાઈ ગયા. મારામાં જ ે કંઈ ઉત્તમ હશે તે હં ુ દેશની સેવામાં અર્પણ કરીશ એવી પ્રતિજ્ઞા લીધી. સમાજમાં જોડાયા પછી પહે લું જ કાર્ય યુક્ત પ્રાંત(હાલનો ઉત્તરપ્રદેશ)માં કર્યું. મથુરા અને વૃંદાવન જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ઘાસચારાનો દુષ્કાળ પડેલો, તેમાં તેમણે અનુભવી સંયોજક તરીકે પદ્ધતિસર કામ કર્યું અને કરકસર કેમ જાળવવી તેનું ધ્યાન રાખ્યું. પોરબંદરની નોકરી વખતે છપ્પનિયા દુકાળની કામગીરી તેમણે કરી હતી. એ અનુભવના બળે તેમણે સુંદર રાહત વ્યવસ્થા ગોઠવી. તે પહે લાં 1915માં વિઠ્ઠલભાઈ પટેલે મુંબઈની ધારાસભામાં વિનામૂલ્યે અને ફરજિયાત કેળવણીનું બિલ દાખલ કર્યું હતું. એ અંગે આંકડા અને હકીકતો મેળવવામાં ઠક્કરે ખૂબ જ જહે મત ઉઠાવી હતી. ભૂખ, ઊંઘ તથા થાકની દરકાર કર્યા વિના ગામડાંઓમાં ગાડામાર્ગે ફરીને રાતદિવસ પરિશ્રમ કરી ચોકસાઈભરે લું કામ કર્યું. આ શોધકાર્ય અંગે તેમણે લેખો પણ લખ્યા. જમશેદપુરમાં તાતાના લોખંડના કારખાનામાં 25,000 જ ેટલા પરપ્રાંતીય મજૂ રો કામ કરતા હતા. [ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


1914-18ના પ્રથમ મહાયુદ્ધ પછી વરસાદની ખેંચના કારણે અનાજ અને કાપડની મોંઘવારી આખા દેશમાં વધી. તાતા કંપનીના વ્યવસ્થાપકોએ મજૂ રોની હાડમારી હળવી બને તે માટે દસ લાખ રૂપિયા જુ દા કાઢી યોજનાબદ્ધ કામગીરીઓ કરવા માટે વિચાર્યું. તે માટે તેમણે ભારત સેવક સમાજની મદદ માગી. સમાજ ે ઠક્કરને તપાસની કામગીરી કરવા માટે મોકલ્યા. તેમની તપાસ પછીની ભલામણ પ્રમાણે કંપનીએ સસ્તા દામથી મજૂ રોને ચીજવસ્તુઓ આપવા માટેની વ્યવસ્થા ઠક્કરની નિગરાનીમાં શરૂ કરી. ચોખા, તુવેરદાળ, મીઠુ,ં ઘી વગેરે રોકડેથી બહારના પ્રાંતોમાંથી મંગાવી અને કંપની તરફથી મોટાં ગોદામો ઊભાં કરવામાં આવ્યાં. માલ સંઘરી નાના દુકાનદારોને નિયત દરે ચીજવસ્તુ વેચવાનું આયોજન કર્યું. આથી મજૂ રોને ખૂબ જ રાહત થઈ. મજૂ રોના જ જુ દા જુ દા વર્ગોની ધિરાણ સહકારી મંડળીઓ શરૂ કરી, મજૂ રોને વ્યાજમાંથી છોડાવ્યા. તે ઉપરાંત બાળકોની કેળવણી, રમતગમત, ચા-ઘર વગેરે મજૂ ર-કલ્યાણનાં કાર્યો પણ કર્યાં. ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા, ત્યાર બાદ થોડા જ સમયમાં તેઓ ઠક્કરનાં કાર્યથી પરિચિત થયા. 1920માં જમશેદપુરમાં મજૂ રોને મદદ કરવાના કાર્યમાંથી મુક્ત થઈને તેઓ મુંબઈ આવ્યા. તે વખતે ગાંધીજી પાસે માગણી આવી કે, ઓરિસામાં દુષ્કાળ પડ્યો છે ત્યાં રાહતકાર્ય કરવા કાર્યકર્તા અને નાણાં મોકલો. ગાંધીજીએ ભારત સેવક સમાજના તે વખતના પ્રમુખ શ્રીનિવાસ શાસ્ત્રી પાસે ઠક્કરની માંગણી કરી. શાસ્ત્રીએ ‘હા’ કહી અને ઠક્કરે સામાન બાંધી તૈયારી કરી. ગાંધીજીએ ઠક્કરને કહ્યું, કામની શરૂઆત કરવા પાંચ હજાર રૂપિયા આપું છુ ં તે લઈ જાઓ. બીજી રકમ ભીખ માંગતા જ ેમ જ ેમ આવતી જશે તેમ તેમ મોકલતો રહીશ. તે પછી ગાંધીજીએ ‘નવજીવન’નાં પાનાંઓમાં વિનંતી કરીને રૂપિયા નેવું હજાર મેળવીને મોકલ્યા. તેથી હજારોને મરણમુખમાંથી नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

બચાવવામાં ભાગ લેવાનો અવસર મળ્યો. આ કામ કરતા બે-ત્રણ માસ ગયા હશે, ત્યાં ભારત સેવક સમાજ પાસે માગણી આવી કે, બ્રિટિશ ગુયાના ટ્રિનિડાડ વગેરે દક્ષિણ અમેરિકાના દેશોમાં હિં દીઓ મજૂ રો તરીકે વસે છે, તેની તપાસ હિં દ સરકારે કરવાની હતી. શ્રીનિવાસ શાસ્ત્રીએ ગાંધીજી પાસે ઠક્કરની માગણી કરી. ગાંધીજીએ જવાબ લખ્યો – તેવી તપાસ કરવાનું કામ કરનારા તમને ઘણા મળશે, પણ આ ગરીબ પ્રાંતનું કામ કરનાર મને કે તે પ્રાંતને નહીં મળે. તેથી બીજા કોઈથી ચલાવી લેશો. ઠક્કરને હં ુ પાછા નહીં મોકલી શકું. ઓરિસાના લોકોને પોતાનાં દુઃખો ગાતાં આવડતું નથી. ઉત્કલની ગરીબાઈને હિં દુસ્તાનમાં ગાંધીજીએ જ પ્રસિદ્ધિ અપાવી છે. તેમના આગ્રહથી દીનબંધુ ઍન્ડ્રુ ઝ, હરખચંદ વગેરેની સહાયથી ઠક્કરે અહીં સેવાકીય પ્રવૃત્તિ ચલાવી. 1926માં ઠક્કર નિરાશાના વમળમાં સપડાયા હતા. એકવાર રાત્રે દેશની અને કામની પરિસ્થિતિ અંગે હૈ યાવરાળ ઠાલવી. હરિદ્વાર, બદરીકેદાર કે કોઈ એવા સ્થળે જઈ ધર્મધ્યાન કરવામાં જ બાકીનાં વર્ષો કાઢવા માટે સંમતિ માંગી. તેમણે જ લખ્યું છે કે, ત્યાં સુધીમાં ગાંધીજીએ મને ‘બાપા’ તરીકે છાપી દીધો હતો. ગાંધીજી કહે , ઠક્કરબાપા દેશમાં સાર્વજનિક કામના ઢગલા પડ્યા છે તમે તો તેને વરે લા છો. તમને આવું ક્યાંથી સૂઝ્યું? તમારાથી ભીલોની, હરિજનોની વગેરે પ્રવૃત્તિ છોડાય જ કેમ? એ તો મર્યે જ છૂટે, તે પહે લાં નહીં. ઠક્કરબાપા લખે છે કે, હં ુ તો ટાઢોબોળ થઈ ગયો. ફરી મને આવો ગાંડો વિચાર આવ્યો નથી. આ પહે લાં 1918-19માં પંચમહાલમાં દુકાળ પડ્યો. સરકારી અમલદારો ખાનગીમાં અનાજ વગેરેનો વેપાર કરતા તેથી સરકાર તે વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહે ર કરે તેવું ઇચ્છતા નહોતા. પછીથી ભીલ સેવા મંડળના સેવક થયેલા સુખદેવભાઈ ત્રિવેદી ત્યારે 389


સરકારી નોકરીમાં હતા, છતાં તેઓ ગરીબો પ્રત્યે લાગણી ધરાવતા. તેમના વધુ લોકોને કામ આપવાના પ્રયત્નો નિષ્ફળ જતાં રાજીનામું આપી લોકોની સેવામાં લાગી ગયા. તે વખતે તેમના જ પ્રતાપે ‘નવજીવન અને સત્ય’માં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ સમીક્ષા કરતા લેખો આવ્યા હતા. ઠક્કરબાપા (ત્યારે ઠક્કરસાહે બ કહે વાતા) જમશેદપુરનું કામ કરતા હતા. તેમને ગાંધીજીએ પંચમહાલ તરફ લક્ષ્ય આપવા જણાવેલું. દરમિયાન જમશેદપુરનું કામ વહે લું પૂરું કરી ભારત સેવક સમાજની મુંબઈ ઑફિસની મંજૂરી મેળવી તેઓ પંચમહાલના રાહતકાર્યમાં જોડાયા. સૌપ્રથમ તેમણે ગામેગામ ફરી નિરીક્ષણ કર્યું જ ેમાં સુખદેવભાઈ જ ેવા જાણકાર સાથીદાર તેમને મળ્યા. અમલદારોની બેદરકારી અને તુંડમિજાજીથી ઘાસચારો, અનાજ, કાપડ વગેરેની રાહત પહોંચાડવાનું મુશ્કેલ બની ગયું હતું. લોકોની ગરીબાઈનો તો બહારના લોકોને ખ્યાલ પણ ન આવે. ઠક્કરબાપા ગાડામાં કપડાં લઈ આદિવાસીઓને આપવા નીકળેલા ત્યારે એક ઝૂંપડીમાંથી સ્ત્રી બહાર કપડાં લેવા ન આવી. આ સ્ત્રી પાસે ઢાંકવાં પૂરતાંય કપડાં નહોતાં. કપડાં અંદર પહોંચ્યાં ત્યારે તે બહાર આવી શકી. પંચમહાલમાં બીજીવાર દુષ્કાળ પડ્યો ત્યારે ઠક્કરબાપાએ રાહતકાર્ય સાથે ભીલોના ઉત્કર્ષની લાંબા ગાળાની વ્યવસ્થા ગોઠવી; અને 19 માર્ચ, 1922ના રોજ ભીલ સેવા મંડળની રચના કરી. મીરાખેડી આશ્રમનું ઉદઘાટન કર્યું અને પ્રારં ભમાં ચાર ભીલ છોકરાઓને દાખલ કર્યા. તેનો વિકાસ થતો રહ્યો. ઘણી તકલીફો થઈ, અડચણો ઊભી કરાઈ, ખોટા કેસો કરાયા તે છતાં ત્રણ વર્ષના અંતે આખા દાહોદ અને ઝાલોદ તાલુકાઓમાં ચાર આશ્રમો અને આઠ શાળાઓ શરૂ થઈ. તેમાં પાંચસો ભીલ બાળકો અભ્યાસ કરવા લાગ્યાં! ઠક્કરબાપાએ વિચાર્યું કે આખા હિં દના 390

આદિવાસીઓનું હિત કરીએ. તે માટે મધ્ય પ્રાંત, બિહાર, આસામ, બંગાળનો પ્રવાસ કર્યો. તે વિશેનાં પુસ્તકો, અહે વાલો, ગેઝેટોનો અભ્યાસ કરી લેખો તૈયાર કર્યા, જ ે ગાંધીજીએ ‘નવજીવન’માં છાપતાં લખ્યું : ભાઈ અમૃતલાલ સંન્યાસીને શોભાવે તેવું કામ કરી રહ્યા છે. અંત્યજોના ગોર તો છે જ. હવે પહાડી જાતિઓના ગોર બનવાની સાધના સાધી રહ્યા છે. પછી તો આદિમ જાતિ સેવા સમાજની સ્થાપના થઈ. બીજી ગોળમેજી પરિષદ વખતે ગાંધીજીએ આપેલી ચેતવણીને અવગણીને બ્રિટિશ વડા પ્રધાન રામ્સે મેકડોનાલ્ડે કોમી ચુકાદો જાહે ર કર્યો, જ ેમાં દલિતોને હિં દુઓથી અલગ ગણી તેઓ જ તેમનામાંથી પ્રતિનિધિ દેશભરમાંથી ચૂંટી કાઢે તેવું દર્શાવ્યું હતું. આ ચુકાદાના વિરુદ્ધમાં ગાંધીજી યરવડા જ ેલમાં આમરણ ઉપવાસ પર ઊતર્યા. ઠક્કરબાપા દાહોદથી પૂના દોડી આવ્યા. લોકમતના ઉગ્ર દબાણે બ્રિટને ચુકાદામાં ફે રફાર કરવો પડ્યો અને બંને પક્ષ કોઈ સમાધાની પર આવે તો અમને વાંધો નથી તેવું જાહે ર કરવું પડ્યું. ડૉ. આંબેડકર પર દબાણ ઊભું થયું અને બંને પક્ષે સમાધાની માટે સંવાદમાં આવ્યાં ત્યારે હિં દના જુ દા જુ દા પ્રાંતોની વસ્તી વિશેના અલગ અલગ સંદર્ભના અભ્યાસો ઠક્કરબાપા ખૂબ જહે મતથી તૈયાર કર્યા. ઠક્કરબાપાના આ અભ્યાસોના ચુકાદામાં ફે રફાર કરવામાં મહત્ત્વની ભૂમિકા હતી, પૂના કરાર થયો અને ગાંધીજીએ ઉપવાસ છોડ્યા. વિચારણા કરવા મુંબઈમાં મળેલા સવર્ણ આગેવાનો અસ્પૃશ્યતાનું નિવારણ કરવાનું મહત્ત્વ સમજ્યા. ગાંધીજીની પ્રેરણા અને આશીર્વાદથી અસ્પૃશ્યતા નાબૂદ કરવા હિં દ વ્યાપી સંસ્થાની સ્થાપના કરી. અખિલ હિં દ અસ્પૃશ્યતાનિવારણ સંઘ. પછી નામ બદલાયું : હરિજન સેવક સંઘ. પ્રમુખ તરીકે ઘનશ્યામદાસ બિરલાનું નામ મુકાયું. બિરલાજીએ કહ્યું કે ઠક્કરબાપા મંત્રી બને તો હં ુ જોડાઉં. ગાંધીજીએ આગ્રહ કરી ઠક્કરબાપાને સંમત કર્યા. [ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ઠક્કરબાપા દાહોદ છોડી દિલ્લી આવ્યા. સંઘના કામ માટે દેશભરમાં સતત પ્રવાસો કરતા રહ્યા, અનુભવો લખતા રહ્યા. પ્રવાસ દરમિયાન પત્ર લખી ગાંધીજીને તેમણે સૂચન કર્યું કે હરિજનના પ્રશ્ને આપે દેશભરમાં પ્રવાસ કરવો જોઈએ. ગાંધીજીએ તે સૂચન સ્વીકારી ઠક્કરબાપા સાથે આયોજનબદ્ધ રીતે નવેમ્બર, 1933થી જુ લાઈ, 1934 સુધી નવ મહિના પ્રવાસ કર્યો. આઠ લાખ રૂપિયા ફાળો મળ્યો અને ઘણી જાગૃતિ પણ આવી. ગાંધીજીના દેશમાં આગમન પહે લાં નોકરી દરમિયાનેય ઠક્કરબાપાએ હરિજન સેવા કરી જ હતી. 1923માં ગુજરાત અંત્યજ સેવા મંડળની સ્થાપના કરાયેલી જ ેના પહે લા પ્રમુખ ઠક્કરબાપા બન્યા હતા. 1924થી પરિક્ષિતલાલ મજમુદાર મંત્રી તરીકે જોડાયા અને દસેક વર્ષ કામ ચાલતું રહ્યું. હિં દ કક્ષાએ મંત્રી બન્યા પછી તો દેશભરમાં 25 પ્રાંતીય અને 195 જિલ્લા કેન્દ્રો કરી કાર્યકરો, અધિકારીઓ, નેતાઓ, વર્તમાનપત્રો વગેરે દ્વારા ઘણી સક્રિયતા ઊભી કરી શકેલા. 1944ની ફે બ્રુઆરીની 22 તારીખે આગાખાન મહે લમાં કસ્તૂરબાનું અવસાન થયું. દેવદાસ ગાંધી અને અગ્રણીઓના પ્રયત્નોથી સ્ત્રીબાળકો માટે કામ કરવા ‘કસ્તૂરબા સ્મારક ફં ડ’ શરૂ કરાયું. તેમાં 75 લાખ રૂપિયા ઊભા કરવાના હતા. પરં તુ એક કરોડથી વધુ રકમ થઈ. ઠક્કરબાપા તેના મંત્રી થયા. ઠક્કરબાપાએ સખત મહે નત કરી. કહે તા કે હં ુ જ ે કંઈ છુ ં તે ગાંધીજીના લીધે છુ ,ં ઋણ ચૂકવવા મહે નત કરું છુ .ં ગાંધીજી ભાગલા વખતે હિં સાગ્રસ્ત નોઆખાલી ગયેલા ત્યારે ઠક્કરબાપા પણ સાથે ગયેલા અને લોકોને આશ્વાસન આપી, મદદ પહોંચાડી કામ કરતા રહ્યા હતા. આ પહે લાં તેમણે ભાવનગર પ્રજા પરિષદ, કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ તરીકે અને

રાજસ્થાન પ્રજા પરિષદના સક્રિય સભ્ય તરીકે કામગીરી કરી હતી. ગાંધીજીના આદેશથી અમરે લી વગેરે સ્થળે ખાદીકામ કરે લું. જીવનભર હરિજનકાર્ય કરે લું અને તે ક્ષેત્રના તેઓ તજજ્ઞ એટલે સ્વાતંત્ર્ય પછી દેશની બંધારણસભામાં તેઓ મુકાયા હતા. તેમના પ્રયત્નથી અસ્પૃશ્યતાનાબૂદી સહિતની કલમો સ્પષ્ટ અને અસરકારક રીતે મૂકવામાં આવી હતી. નવેમ્બર, 1949માં ઠક્કરબાપાને 80 વર્ષ થયાં ત્યારે દિલ્લીમાં વડા પ્રધાન જવાહરલાલ, વલ્લભભાઈ પટેલ, રાજાજી, અબુલ કલામ આઝાદ વગેરેની ઉપસ્થિતિમાં તેમનો સુવર્ણ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો અને અભિનંદન સ્મારક ગ્રંથનું પણ પ્રકાશન થયેલું. જ ે વખતે જગજીવનરામે તેમને આધુનિક યુગના દધીચિ તરીકે નવાજ ેલા. તે પહે લાં 70 વર્ષની ઉંમરે 7000 રૂપિયાની થેલી આપી તેમનું સન્માન કરવાનું વિચારાયું ત્યારે ગાંધીજીએ કહે લું કે તે રકમ તો ઠક્કરબાપાનું અપમાન કહે વાય. ઓછામાં ઓછા 70,000 રૂપિયા કરવા જોઈએ. ખરે ખર ત્યારે એક લાખથી વધુ રકમ થઈ હતી. ખુદ ગાંધીજીએ લખેલું કે, તેમની મહત્ત્વાકાંક્ષા બાપાની નિઃસ્વાર્થ સેવાઓની લાંબી હારમાળાની હોડ કરવાની છે. 1950ના માર્ચ મહિનામાં આરામ લેવા ભાવનગર આવ્યા. પત્રો, લેખો વગેરે દ્વારા સતત સક્રિય રહ્યા. છેલ્લે આસામના આદિવાસીઓની 60 લાખ જ ેટલી સંખ્યા ધ્યાનમાં નથી લેવાઈ તેનાથી તેમના પ્રતિનિધિઓ ઓછા થાય છે તે બાબત ધ્યાનમાં આવતાં પોતાની અભ્યાસનિષ્ઠાથી તેમાં સુધારો કરાવ્યો. 1951ના જાન્યુઆરીમાં ભાવનગરમાં જ તેમનું અવસાન થયું. સૌરાષ્ટ્રના મુખ્યપ્રધાન ઢેબરભાઈ સહિતનાઓએ હાજર રહી તેમને અંજલિઓ આપી. દેશના ગરીબોના આવા ગરવા સેવક કોઈ થયા નથી. 

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

391


નોઆખાલીમાં ઠક્કરબાપા કાન્તિલાલ શાહ

વર્ષોથી ગાંધીજીના સંપર્કમાં રહે વાને કારણે અને ક્રમ સાચવીને ગાંધીજીએ પોતાનું આરોગ્ય ઠીક ઠીક ખાસ કરીને યરવડાના ઉપવાસ પછી બાપાને ગાંધીજી પ્રત્યે અને તેમનાં માનવસેવાનાં કામો પ્રત્યે ખૂબ જ મમતા બંધાઈ ગઈ હતી. તે એટલે સુધી કે, દેશના કોઈ પણ કટોકટીના પ્રસંગે, ખાસ કરીને તે માનવસેવાને લગતો હોય ત્યારે , તેઓ ગાંધીજીનો સાથ કદી છોડતા નહીં. ગમે તેવી અગવડો વેઠવાની હોય, કષ્ટ સહન કરવાનું હોય, જોખમ ખેડવાનું હોય અને મુસીબતો બરદાસ્ત કરવાની હોય, તોપણ તેઓ હં મેશાં ગાંધીજીની સાથે જ રહે વાનો આગ્રહ સેવતા; અને દુઃખમાં, કષ્ટમાં હં મેશાં ભાગીદારી નોંધાવતા. નોઆખાલીના હત્યાકાંડ અને બહે નો ઉપર ગુજારવામાં આવેલા અત્યાચારો, બળાત્કારો, ખૂન, લૂંટ અને આગ વગેરે અમાનુષી કૃ ત્યોએ ગાંધીજીનું હૃદય મૂળમાંથી હચમચાવી નાખ્યું હતું. પરિણામે, જ્યારે તેમણે ‘કરેં ગે યા મરેં ગે’નો શાંતિ-સ્થાપનાનો મંત્ર લઈ નોઆખાલી જવાનો મક્કમ નિરધાર કર્યો, ત્યારે બાપાએ પણ એમની સાથે જવા ઇચ્છા દર્શાવી. ગાંધીજી આ ઉંમરે પ્રવાસ ખેડ,ે મુસ્લિમ લીગના કોમવાદી વિષપ્રચારથી ઉન્મત્ત બનેલા લોકોએ જ્યાં જોરજુ લમ, ભય, ત્રાસ, આગ, લૂંટ, ખૂન અને બળાત્કારનું નરક કરતાંયે ભયંકર વાતાવરણ સર્જ્યું હતું એ વૈરાગ્નિથી સળગતા પ્રદેશમાં જવાનું નક્કી કરે , તે જો એક પ્રકારનું સાહસ હતું, તો ઠક્કરબાપા માટે એ વિશેષ સાહસ હતું. ગાંધીજીની ઉંમર એ વખતે સિત્યોતેર વરસની હતી. બાપાની પણ લગભગ તેટલી જ હતી. સામાન્ય રીતે અનેક પ્રકારના નિયમો, સાવચેતી અને સારવારનો 392

જાળવી રાખ્યું હતું. પણ વર્ષો સુધી નિર્દયપણે શરીર પાસેથી કામ લેવાને પરિણામે છેલ્લાં એકાદ-બે વર્ષથી બાપાનું શરીર ઠીક ઠીક ખળભળ્યું હતું. ઉપરાંત, એમની આંખે મોતિયા આવવા શરૂ થયા હતા અને રાતના કોઈની મદદ વગર એકલા ચાલી શકે તેવી સ્થિતિ ન હતી. વળી ત્યાં કોઈ દુષ્કાળના સીધા રાહતકાર્ય કે એવા બીજા કામના સંચાલન માટે જવાનું ન હતું, જ ેથી કરીને ત્યાં મુકરર વ્યવસ્થા હોય. આ તો અંધારામાં કૂ દકો મારવાનો હતો. ત્યાં કેવી પરિસ્થિતિનો સામનો કરવાનો હશે, તેનો ખુદ ગાંધીજીને પણ પૂરો ખ્યાલ ન હતો. આમ છતાં બાપાનો અંદરનો ઉત્સાહ એટલો અસીમ હતો, ગાંધીજી પ્રત્યેનો પ્રેમ અને મમતા એટલાં અખૂટ હતાં, નોઆખાલીનો બનાવ એટલો કરુણ અને ભયંકર હતો, ત્યાંના પીડિતો અને બહે નોની ચીસ એટલી તીવ્ર અને મર્મભેદી હતી, કે આ વખતે બાપા દિલ્હીમાં પગ વાળીને બેસી રહે એ બને તેમ ન હતું. ગાંધીજી જ્યારે પોતાની જાતને કસોટીએ ચડાવતા હોય ત્યારે પોતે દિલ્હીમાં શાંતિથી કેમ બેસી રહે ? એમણે પણ પોતાના એકાદ-બે સાથીઓને લઈ ગાંધીજીની સાથે નોઆખાલી જવાનું નક્કી કર્યું, અને એ માટે એમની રજા માગી. બાપાની ઉંમર અને તબિયત જોતાં અન્ય પ્રસંગે ગાંધીજી કદાચ તેમને આવવાની સલાહ ન આપત, પણ આ પ્રસંગ અનોખો હતો. પોતાની અહિં સા પરની શ્રદ્ધાને કસોટીએ ચડાવવા, તે તન, મન — સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થયા હતા. એટલું જ નહીં, પણ પોતાના જ ે પ્રિયજનો હતા — વર્ષો સુધી એમના પ્રત્યે શ્રદ્ધા રાખીને એમને પગલે પગલે ચાલ્યા હતા, એ [ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


બધા સાથીદારોને નોઆખાલીના ‘કરેં ગે યા મરેં ગે’ના યજ્ઞમાં હોમવા તે તત્પર થયા હતા. એમાં ઉંમર, જાતિ, નાતજાત, આરોગ્ય, કોઈ જાતનો તેમણે ખ્યાલ કર્યો ન હતો. એટલે તો ગાંધીજીની આ યાત્રામાં પુરુષો સાથે સ્ત્રીઓ હતી, કુ મારિકાઓ અને કાચી ઉંમરની ફૂલસમી બાળાઓ પણ હતી. બાપા ભલે વૃદ્ધ હતા, આંખોનું નૂર જતાં થોડા અપંગ બન્યા હતા, છતાં સત્યનું તેજ પ્રગટ કરનારા એ વિલક્ષણ સત્યાગ્રહી પુરુષ હતા. ગાંધીજી આવા કંઈક બત્રીસલક્ષણા પુરુષોને — પોતાની જાતને સુધ્ધાં હોમી, નોઆખાલીની ભીષણ જ્વાળાને બુઝાવવા ઇચ્છતા હતા. આથી તેમણે બાપાના કહે ણને વધાવી લીધું ને નોઆખાલી યજ્ઞમાં પોતાના સાથી તરીકે આવવા રજા આપી. ૧૯૪૬ના નવેમ્બરની ૨૮મીએ સવારે ગાંધીજી ટ્નરે માં દિલ્હીથી રવાના થયા, ત્યારે એમની ટુકડીમાં શ્રી પ્યારે લાલજી, શ્રી સુશીલા નય્યર, શ્રી સુશીલા પૈ, શ્રી આભા ગાંધી, શ્રી કનુ ગાંધી વગેરે ઘણા જણ હતાં. બાપા પણ પોતાના એકાદ-બે સાથીઓને લઈ એમની સાથે ગયા. ગાંધીજી કલકત્તામાં એક અઠવાડિયું રહ્યા. એ આખી મંડળી સાથે તા. ૬ઠ્ઠીએ ખાસ ગાડીમાં ગોઆલંદો ગયા. ત્યાંથી સ્ટીમલૉંચમાં ચાંદપુર અને ત્યાંથી ફરી પાછા ટ્નરે માં બેસી નોઆખાલી જિલ્લાના પ્રથમ મથક ચૌમુહાનીમાં પહોંચ્યા. એ વખતે સતીશબાબુની ટુકડી સાથે હતી. સરકાર તરફથી મુસ્લિમ લીગના ચાર સભ્યો પણ સાથે હતા અને બાપા તેમ જ એમના સાથીદારો પણ ગાંધીજીની મંડળી સાથે જ હતા. ચૌમુહાનીમાં નોઆખાલીના ભીષણ હત્યાકાંડના ઘણા સમાચારો તેમને મળ્યા. ત્યાં અનેક પ્રકારના લોકો ગાંધીજીને મળવા આવતા અને પોતપોતાના પ્રદેશની, ગામની અને કુ ટુબ ં ની વાતો કહે તા. શ્રીમતી સુચેતા કૃ પાલાની પણ તેમને આ ગામમાં આવીને મળ્યાં અને દત્તાપાડાની તથા આસપાસના પ્રદેશની વિગતોથી नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

ગાંધીજીને વાકેફ કર્યા. ૧૦મીએ તે ગાંધીજીને દત્તાપાડા લઈ ગયાં. ત્યાં તે ઘણા દિવસથી છાવણી નાખીને બેઠાં હતાં. ગાંધીજી ત્યાં પાંચ-છ દિવસ રોકાયા અને દત્તાપાડા, નંદીગ્રામ તથા આસપાસનાં સંખ્યાબંધ ગામડાંઓ ફર્યા. ગામડાંઓમાં થયેલી ખાનાખરાબી, બળેલાં ઘરો, તૂટલે ી સડકો, અને લૂંટાયેલાં માણસોને નજરે જોયાં; લોકોના સ્વમુખેથી એમની દુઃખભરી કથનીઓ સાંભળી અને તેમને આશ્વાસન તેમ જ મદદ આપી નિર્ભય બનવાનો સંદેશો આપ્યો. આ બધા પ્રવાસોમાં બાપા, બાપુની છાયાની માફક જ રહે તા હતા. બાપુ ચાલીને જાય એટલે એ પણ ચાલીને જાય. બાપુ જ્યારે દિવસના ભાગમાં અનેક મુલાકાતીઓને મુલાકાતો આપવામાં અને બીજાં કામોમાં રોકાયેલા હોય, ત્યારે બાપા પણ પોતાનું નિયત કાર્ય કરવા મંડી જતા. ગામડાંઓમાં તેઓ નવા નવા માણસોને મળતા, એમની વાતો સહાનુભૂતિ અને પ્રેમથી સાંભળતા અને હત્યાકાંડની વિગતો એકઠી કરતા. બંગાળ સરકાર, ભારત સરકાર, હરિજન સેવક સંઘ વગેરે સાથે પત્રવ્યવહાર તો એમનો ચાલતો જ હોય. બાપા, જ ે જ ે કામ પોતાને ફાળે આવે તે પૂરી કર્તવ્યબુદ્ધિથી બજાવતા અને ગાંધીજીનો બોજો કેમ હળવો થાય એ જોવા પ્રયત્ન કરતા. સવાર-સાંજ પ્રાર્થના થતી, એ વખતે પણ તે ગાંધીજીની બાજુ માં જ બેઠા હોય. પ્રાર્થના પછી ગાંધીજીનું પ્રવચન થતું, એનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળતા અને દિલમાં ઉતારવા પ્રયત્ન કરતા. સાંજનું એ દૃશ્ય અનુપમ રહે તું. ચોમેર જ્યાં હિં સા, આગ, વેરઝેર અને લૂંટ-મારનું વાતાવરણ ફે લાઈ ગયું હતું, ત્યાં આ બે બુઝુર્ગો અહિં સા, પ્રેમ, કરુણા અને નિર્ભયતા દ્વારા બળેલજળેલ વાતાવરણમાં શીતળતા અને શાંતિ પ્રસરાવતા. તા. ૧૫મીએ ગાંધીજી કાજિરખિલ પહોંચ્યા. એક દિવસ ત્યાં બંગાળ સરકારના લીગી પ્રધાનો જનાબ શમ્સુદ્દીન, જનાબ હસન સુહરાવર્દી તથા બીજા 393


સરકારી અમલદારો ગાંધીજીને મળવા આવ્યા હતા. તેમની સાથે શાંતિસમિતિ સ્થાપવાની બાબતમાં ચર્ચા થઈ, પણ એનું કાંઈ પરિણામ આવ્યું નહીં. આથી ગાંધીજીએ એક નવું પગલું ભર્યું. તેમણે કાજિરખિલની છાવણી વિખેરી નાખી અને છાવણીના બધા સાથીદારોને જુ દાં જુ દાં ગામડાંઓમાં જઈ એકલા બેસવા આજ્ઞા કરી. પોતે પણ પોતાને માટે એક ગામ પસંદ કર્યું અને ત્યાં એકલા રહે વાનું ઠરાવ્યું. એ વખતે ગાંધીજી સાથે શ્રી કનુ ગાંધી, શ્રી આભા ગાંધી, શ્રી પ્યારે લાલજી, ડૉ. સુશીલા નય્યર, શ્રીમતી સુશીલાબાઈ પૈ, શ્રી પ્રભુદાસ તથા શ્રી વિઠ્ઠલદાસ રે ડિયોવાળા, આટલાં જણ હતાં. એ બધાનો સાથ તેમણે છોડી દીધો અને પોતાની સાથે ફક્ત પરશુરામ સ્ટેનોગ્રાફર અને બંગાળીનો તરજુ મો કરી લોકોને સમજાવવા માટે પ્રાધ્યાપક નિર્મલકુ મારને લીધા. તે દિવસે બાપાએ બાપુની સાથે ઘણી દલીલો કરી. ખાસ કરીને બહે નોને એકલાં મૂકવા સામે એમણે વાંધો ઊઠાવ્યો. આભા ગાંધીની યુવાન વયનો નિર્દેશ કરીને કહ્યું કે, આવી બહે નોને ગામડાંઓમાં એકલી મૂકવી એ બહુ જોખમભર્યું પગલું ગણાય. અને બીજા કોઈને નહીં તો એ બધી બહે નોને સાથે લઈ જવા ગાંધીજીને ઘણું ઘણું સમજાવ્યું, પણ ગાંધીજી જરાય પીગળ્યા નહીં. તેઓ અહિં સાની ઘણી ઊંચી ભૂમિકાથી જ આખા પ્રશ્નને જોતા હતા. તેમણે બાપાને નીચેની મતલબનો જવાબ આપ્યો : તમને તો આભાની ચિંતા થતી હશે, પણ મને આ પ્રદેશમાં અરક્ષિત ગામડાંઓમાં રહે તી સેંકડો અને હજારો બહે નોના સવાલની ચિંતા થાય છે. એ બધાંનાં રક્ષણનું શું? આપણે જ્યારે બીજી બહે નોને નિર્ભય બનવા ઉપદેશ આપીએ છીએ અને નિર્ભય બનીને જ તેઓ પોતાની

જાતને વધારે સુરક્ષિત રાખી શકશે એમ ભારપૂર્વક કહીએ છીએ, ત્યારે આપણે પણ એમની સ્થિતિમાં રહીને પોતાની જાતને કસોટીએ ચડાવવી રહી. બાપા ગાંધીજીનું દૃષ્ટિબિંદુ સમજતા હતા અને તેની કદર પણ કરી શકતા હતા, એટલે એમની આગળ દલીલ કરવાપણું તો હતું જ નહીં, છતાં અહિં સાની આટલી ઊંચી ભૂમિકા પરથી પ્રયોગ કરવા જતાં બહે નોને, અને ખાસ કરીને યુવાન વયની બહે નોને એ દિવસોમાં ને એ પરિસ્થિતિમાં એકલી રાખવાનું જોખમ ખેડવા દેવા તેઓ તૈયાર ન હતા. એમની વિચારસરણી કાંઈક આ પ્રકારની હતી : ‘બાપુ તો સમર્થ પુરુષ કહે વાય. તે તો ઊંચી ભૂમિકા ઉપરથી વિચારી શકે, અને વર્તી પણ શકે. પણ આપણે તો આ દુનિયાના સામાન્ય માણસો, શક્તિ પ્રમાણે જ ડગલું માંડીએ.’ આવી એમના મનની કંઈક સ્થિતિ હતી. ગામડા ગામમાં યુવાન વયની બહે નોને એકલી મૂકીએ અને વખત છે ને ગુંડાઓ ન કરવાનું કરે તો? બહે નોને એ મારી નાખે એથી બાપા જરાય ગભરાતા ન હતા. પણ એમના ઉપર જો અત્યાચાર ગુજારે અથવા એમને બળજબરીથી ઉઠાવી જઈ એમના ઉપર ન કરવાના જુ લમો ગુજારે , એનો એમને પૂરો ડર હતો. આથી તે ગાંધીજીની વાતમાં પૂરા સંમત થયા નહીં; અને ઠીક ઠીક ચર્ચા અને અનુનય-વિનય પછી આભા ગાંધી અને એવી બીજી બહે નોને ગાંધીજી પાસે નહીં, તો પોતાની પાસે રાખવામાં ગાંધીજીની સંમતિ તેઓ મેળવી શક્યા. પરિણામે બાપા, શ્રીમતી માલતી ચૌધરી, આભા ગાંધી અને બીજી બહે નોને પોતે પસંદ કરે લા કેન્દ્રમાં સાથે લઈ ગયાં. [ઠક્કરબાપા પુસ્તકમાંથી] 

394

[ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


કિસાનોની કંગાલિયત સરદાર પટેલ મહાનુભાવોના વ્યક્તિત્વની ઓળખ અને ગૌરવાર્થે આજ ે જ ે પ્રતિમાસ્પર્ધા આરં ભાઈ છે, તેવી ઓળખ અને ગૌરવથી પોતાની હયાતી દરમિયાન આવા વ્યક્તિત્વ અળગા રહ્યા હતા! ગાંધીયુગના આગેવાનોમાં આ ગુણ વિશેષપણે દેખાય છે. તેમની નિસબત માત્ર ને માત્ર પ્રજાકેન્દ્રી રહી છે અને એ જ કારણે તેઓ વ્યાપક કાર્ય કરી ચૂક્યા છે. તાજ ેતરમાં સરદાર પટેલની 143મી જન્મજયંતીએ તેમની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. પરં તુ જ ે સરદાર પોતે કિસાનોને માટે સત્યાગ્રહ આદર્યો હતો, લડત ચલાવી હતી, એ સરદારના દેશમાં આજ ે કિસાનોની સ્થિતિ ૧૮૭૫ • ૧૯૫૦ અત્યંત દયનીય છે. સરદારના માનમાં જો કોઈ ખરી ઉજવણી થવી જોઈએ, તો તે હિન્દુસ્તાનના કિસોનોનો સર્વાંગી ઉદ્ધાર હોવો ઘટે. સરદાર પટેલે 1936માં સંયુક્ત પ્રાંતમાં કિસાનોની સમસ્યાઓના સંદર્ભે આપેલું ભાષણ આજની પરિસ્થિતિમાં પણ અક્ષરસ: લાગુ પડે છે. ખેડૂતોની સમસ્યાઓના જ્યારે હલ આવશે, ત્યારે સરદારને આપોઆપ જ ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પણ થઈ જશે.

આપણા દેશમાં સેંકડે એંસી જણ કિસાન છે. આ ઓઢવા પૂરતાં વસ્ત્ર નથી. એમને રહે વાનાં ખંડિયેર દેશના કિસાનોની જ ેવી કંગાલ અને દુઃખદ સ્થિતિ છે એવી દુનિયાના બીજા કોઈ દેશના કિસાનોની નથી. કરોડો કિસાનોને એક ટંક પેટ ભરીને લૂખો-સૂકો રોટલોય નથી મળતો. અર્ધા ભૂખ્યા રહે વું એ તો કિસાનને માટે હં મેશનું થઈ પડ્યું છે. એનાં હાડચામની વચ્ચે નથી લોહી કે નથી માંસ. ખોપરીની બંને બાજુ ના બે ખાડામાં માત્ર તેની બે નિસ્તેજ આંખો જોવા મળે છે. એના ચહે રા પર નૂર તો નામનુંયે નથી. એનામાં નથી રહ્યો ઉત્સાહ કે નથી રહ્યો ઉમંગ. અક્ષરજ્ઞાનથી પણ તેમને વંચિત રાખવામાં આવ્યા છે. ભૂખમરો અને અજ્ઞાનના બોજ તળે કચડાઈ રહે લા આ ભલાભોળા ખેડૂતોમાં અનેક જાતના વહે મ અને સામાજિક સડાએ ઘર કર્યું છે. ચોખ્ખાઈના સામાન્ય નિયમો પાળવા જ ેટલી તાલીમ પણ તેમને નથી મળી. પ્લેગ, કૉલેરા, મરડો તથા મલેરિયા એ તો એમના કાયમના સાથી બની ગયા છે. અનેક રોગોથી પીડાતા, લાખો ગામડાંઓમાં વસનારા આ કિસાનોને માટે એના ઉપચારનાં કશાં સાધનસગવડ નથી. શિયાળાની કડકડતી ટાઢમાં કંપતા આ કિસાનોને પહે રવા– नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

અને ઝૂંપડાં મનુષ્ય- વસવાટને યોગ્ય નથી. એમનાં ગામોની ચારે બાજુ ગંદકી અને બદબો ફે લાવતા ઢોરોના છાણના ઢગ ખડકાયેલા દેખાય છે. એમનું આયુષ્ય ઘટતું જાય છે. ભરજવાનીમાં એના ચહે રા પર ઘડપણ ડોકિયાં કરે છે. એ કરોડોના દેવામાં ડૂ બેલો છે. એમાંથી છૂટવાનો કોઈ રસ્તો એને સૂઝતો નથી. મહિનાઓ સુધી અથાગ મહે નત કરી, ટાઢ, તડકો અને વરસાદ વેઠી પેદા કરે લું અનાજ ખળામાં આવતા પહે લાં જ દાંત કચકચાવતા અનેક શિકારીઓનો ભોગ બની જાય છે. ફસલ પૂરી પાકી હોય કે નહીં, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની આફત સહન કરવી પડી

395


હું પોતેય કિસાન છું. કિસાન કુટુંબમાં જન્મ્યો છું. એમાં જ ઊછર્યો છું. કિસાન કુટુંબોની ગરીબાઈનો મેં ઠીક ઠીક અનુભવ લીધો છે. મારા પોતાના જ પરિશ્રમથી અંધારા કૂવામાંથી બહાર આવી હું જગતનો પ્રકાશ જોઈ શક્યો છું. કિસાનોનાં દુઃખોની ઝીણી ઝીણી વાતો હું સારી રીતે જાણું છું

હોય, હિમ પડવાથી પાક બળી ગયો હોય, તીડનાં ટોળાંએ અનાજ ખલાસ કરી નાખ્યું હોય અથવા અનાજના ભાવોની ઊથલપાથલથી ભાવ એટલા બધા

ગગડી ગયા હોય કે કિસાનોને રૂપિયાની આઠ આની જ પડતી હોય, તોપણ મહે સૂલ તો ભરવું જ પડે છે. પાછલી બાકી કે તગાવીનો બોજ તો ઊભો જ હોય છે. આ ઉપરાંત શાહુકારો તેમનું લેણું અને વ્યાજ વસૂલ કરવા ફસલ ઉપર જ મીટ માંડીને બેઠા હોય છે. આમ કિસાન અને તેનાં બાળબચ્ચાં ભૂખે તરફડી રહ્યાં હોય અને તેનું પેદા કરે લું અનાજ ઘરભેગું થતા પહે લાં જ વેડફાઈ જાય! કિસાનોની આ દરિદ્ર દશા પુરવાર કરવા આંકડાઓની કે પ્રમાણની કશી જરૂર નથી. ઉઘાડી આંખે રે લવેમાં મુસાફરી કરનાર કોઈ પણ આદમીને, બંને બાજુ , હજારો માઈલો સુધી અનેક ખેતરો અને ખંડિયેરોમાં કંગાલ કિસાનો નજરે ચડે છે. આથી મોટો પુરાવો શો જોઈએ? જ ે વસ્તુ જ્યાંત્યાં આંખો સામે ખુલ્લી દેખાય છે એને માટે સાબિતીની જરૂર જ શી છે?

કિસાનોની દુર્દશાનાં કારણો કિસાનોની આવી દુર્દશાને માટે મોટે ભાગે સરકારની રાજનીતિ જ કારણભૂત છે. ઉપર ઉપરથી જોનાર ઘણાઓને એમ લાગે છે કે, આપણાં બધાં દુઃખોનું મૂળ કારણ જમીનદારો કે જમીનદારી પ્રથા જ છે, પણ પૂરતો વિચાર કરવાથી સમજાશે કે આ કથનમાં અર્ધસત્ય છે. હં ુ પોતેય કિસાન છુ .ં કિસાન કુ ટુબ ં માં જન્મ્યો છુ .ં એમાં જ ઊછર્યો છુ .ં કિસાન કુ ટુબ ં ોની ગરીબાઈનો મેં ઠીક ઠીક અનુભવ લીધો છે. મારા પોતાના જ પરિશ્રમથી અંધારા કૂ વામાંથી બહાર આવી હં ુ જગતનો પ્રકાશ જોઈ શક્યો છુ .ં કિસાનોનાં દુઃખોની ઝીણી ઝીણી વાતો હં ુ સારી રીતે જાણું છુ .ં જમીનદારો તરફ મને જરા પણ પક્ષપાત નથી. જો કિસાનોના ખભા પરથી આજ જમીનદારી પ્રથાનો બોજો ઊતરી જાય અને એથી એનું કલ્યાણ થાય તો મારાથી અધિક હર્ષ બીજા કોઈને નહીં થાય. છતાં પણ મારા વિચારો બીજાઓ કરતાં કંઈક જુ દા છે. મારો તો દૃઢ અભિપ્રાય 396

છે કે આપણાં દુઃખો માટે મોટે ભાગે સરકારની રાજનીતિ જ કારણભૂત છે. કેટલાક સમય પહે લાં મેં આપણા પ્રાંતના લાટસાહે બ સર હે રી હૅ ગનું એક ભાષણ છાપામાં વાંચ્યું હતું. એમાં તેમણે જમીનદારોને સલાહ આપી છે કે, જમીનદાર કિસાનોનો સ્વાભાવિક પ્રતિનિધિ છે અને તેણે પોતાનું ગુમાવેલું સ્થાન ફરીથી મેળવી લેવું જોઈએ. પહે લી વાત તો એ છે કે આ સલાહ બહુ મોડી અપાઈ છે અને બીજી વાત એ છે કે તે સાચા દિલથી અપાઈ છે એની કોઈ સાબિતી નથી. દોઢસો વર્ષથીયે વધારે લાંબા ગાળાથી આ રાજ્યનો એકધારો અખંડ અમલ ચાલે છે. મોટા મોટા કંઈક જમીનદારો નિરં કુશ સત્તા અને અઢળક વૈભવ ભોગવી રહ્યા છે. આ સત્તા અને વૈભવે કેટલાક કિસાનોની કમર તોડી નાખી તેના ચૂરેચૂરા કરી નાખ્યા છે. આ વસ્તુ તરફ ન તો રાજસત્તાનું [ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ધ્યાન ગયું છે ન તો એણે આ નસીબદાર જમીનદારો સિવાય અન્ય કોઈ જમીનદારનો ખ્યાલ કર્યો છે. આ બિનાનું ખરું કારણ તો એ છે કે, જમીનદાર કેવળ રાજસત્તાના વૈભવનું અનુકરણ કરવામાં જ પોતાની ખાનદાની સમજ ે છે અને સત્તાધીશોની રૂખ જોઈ રૈ યત ઉપર રૂઆબ બેસાડવામાં જ પોતાની સલામતી સમજ ે છે. આ રાજસત્તાના જ ેવી ખર્ચાળ અને નકામો ખર્ચ કરનારી સત્તા ધરતીના પટ પર બીજ ે કોઈ ઠેકાણે નથી. આપણી આ રાજસત્તાને પ્રજામતની કશી પડી નથી. એને પ્રજામતને ઠોકરે ચડાવવાની આદત જ પડી ગઈ છે. આ રાજસત્તા પ્રજાની ભૂખનો જરાય વિચાર કર્યા વિના કરોડો રૂપિયા લશ્કર પાછળ ખર્ચી પોતાના માણસોનું પોષણ કરી રહી છે. કોઈ પણ ધનાઢ્ય દેશમાં ન હોય એથી ઊંચા પગારો આ ગરીબ દેશમાં સનંદી નોકરોને આપીને, પોતાના માણસો દેશભરમાં તેણે પાથરી દીધા છે. સાથે સાથે આ સૌને મોટા મોટા મોગલ બાદશાહો જ ેવી સત્તા આપવામાં આવી છે. દેશભરમાં ઠેર ઠેર અનેક મનુષ્યો સતત ભૂખમરાથી અધમૂઆ પડેલા છે. આ ભૂખ્યા કિસાનો વચ્ચે તેમના જ કરોડો રૂપિયાનો ધુમાડો કરીને દબદબો તથા ઠાઠમાઠ કરવાને માટે જ દિલ્હીની રાજધાની બાંધવામાં આવી છે અને તે પણ એવી જગ્યાએ કે જ ે માત્ર વરસમાં છ મહિના જ કામ લાગે. એક બાજુ આલેશાન, વૈભવપૂર્ણ દબદબાભર્યા રાજમહે લ ઊભા હોય અને બીજી બાજુ કંગાલિયતભરી કિસાનોની ઝૂંપડીઓ આવી હોય એવી, જમીન અને આસમાન જ ેટલું જ ેમાં અંતર હોય એવી બેજવાબદાર અને નિષ્ઠુ ર રાજસત્તાનું, આ યુગમાં તો ક્યાંય અસ્તિત્વ પણ ન હોઈ શકે. આ રાજપ્રસાદોમાં, પ્રાંતોના લાટસાહે બોની મહે લાતોમાં અને મોટા મોટા હોદ્દેદારોના બંગલાઓમાં દરબાર ભરાય છે. પાર્ટીઓ અપાય છે, ભોજનો, नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

આ રાજસત્તાના જેવી ખર્ચાળ અને નકામો ખર્ચ કરનારી સત્તા ધરતીના પટ પર બીજે કોઈ ઠેકાણે નથી. આપણી આ રાજસત્તાને પ્રજામતની કશી પડી નથી. એને પ્રજામતને ઠોકરે ચડાવવાની આદત જ પડી ગઈ છે. આ રાજસત્તા પ્રજાની ભૂખનો જરાય વિચાર કર્યા વિના કરોડો રૂપિયા લશ્કર પાછળ ખર્ચી પોતાના માણસોનું પોષણ કરી રહી છે

નાચરં ગ અને શરાબબાજી ઊડે છે. આવા અવસર પર આપણા જમીનદારોને ભાવભર્યું આમંત્રણ મળે છે. આ આમંત્રણના બદલામાં, એનાથી પણ વધુ ખર્ચ કરીને એવા જ જલસા ઉડાવવામાં સભ્યતા મનાય છે. આ જલસાઓમાં કોઈને ખ્યાલ સુધ્ધાં નથી આવતો કે આ આબાદી અને વૈભવની પાછળ અનેક ગરીબ કિસાનોનો ભોગ અપાઈ રહ્યો છે. આવી તાલીમ પામેલા આ જમીનદારો — જ ે વર્તમાન રાજસત્તાના માત્ર ઝાંખા પ્રતિબિંબ જ ેવા છે, તેમની પાસેથી શી આશા રાખી શકાય? પાશ્ચાત્ય સંસ્કૃતિની તમામ બૂરાઈઓની નકલ કરનારા જમીનદારો ઉપરથી જમીનદારી પ્રથાની પરીક્ષા ન થઈ શકે. એમાંના કેટલાકની સ્થિતિ દયાજનક છે. કેટલાક તો કિસાનોમાં આવેલી જાગૃતિથી અને કેટલાક તો કાર્યકર્તાઓના વિચારો સાંભળીને ભડકી ઊઠે છે. કેટલાક વળી એવું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, આ રાજ્યની સત્તા ટકે એમાં જ એમની સલામતી રહે લી છે. એક રીતે આ વાત સાચી છે. આવા જમીનદારોનો નિભાવ આવી નિરં કુશ અને પ્રજામતને ઠોકરે ચડાવનારી રાજસત્તામાં જ થઈ શકે. જ્યારે રાજસત્તા લોકમતને જ પોતાની નીતિ 397


સમજતી થશે, એટલે કે જ્યારે પ્રજાનું રાજ થશે ત્યારે એ જ જમીનદારો કિસાનોનો પ્રેમ સંપાદન કરવાની ઇચ્છાવાળા, તેમના સુખદુઃખના સાથી બલકે તેમના તરફ સેવાભાવી બનશે. આજના જમીનદારો અને તાલુકાદારો આપણા દેશની સંસ્કૃતિની વિશિષ્ટતા રૂપ નથી. આ પુણ્યભૂમિમાં ધનવાનો, જમીનદારો કે સત્તાધીશોની પૂજા કોઈ દિવસ નથી થઈ. ત્યાગી અને તપસ્વીઓનાં ચરણોમાં ધનવાનો, જાગીરદારો અને સત્તાધીશો શિર ઝુકાવતા આવ્યા છે. ત્યાગી અને તપસ્વીઓનાં નામ અમર થઈ ગયાં છે અને ગામેગામ, ઘેરેઘેર એમનાં ગુણગાન થઈ રહ્યાં છે. આજ, આ કળીકાળમાં પણ, પાશ્ચાત્ય સંસ્કૃતિની અગ્રણી સત્તાના તેજપ્રવાહમાં તણાયા વિના અથવા એના ભભકાથી અંજાયા વિના, હિં મત અને દૃઢતાથી પોતાની જાગીર અને વતનને જોખમમાં નાખીને, સત્તાની ઇતરાજી વહોરી લઈને અને અનેક જાતનાં સંકટોનો સામનો કરીને, કોઈ કોઈ તાલુકદાર કે જમીનદારે આપણી સેવા કરી આર્યસંસ્કૃતિનો આદર્શ ખડો કર્યો છે. રાજસત્તાનો આદર્શ બદલાતાં જ, આપણા આ જમીનદારો પોતાનો જીવનઆદર્શ બદલીને કરોડો ભૂખે મરતાં ઝૂંપડાંવાસીઓની વચ્ચે રહીને, ભોગવૈભવને પાપ સમજશે અને આપણી સેવા કરવા મંડી પડશે. આજ ે પણ, જમીનદારોને

પોતાના સ્વાભાવિક પ્રતિનિધિ થવાની સલાહ આપનારી સરકાર, પોતાની ચાલ બદલી નાખે અને કરોડોના અંદાજપત્ર (બજ ેટ)માં કિસાનોનો ભૂખમરો, તેની કેળવણી તથા આરોગ્ય માટેનાં જરૂરી સાધનોનો સમાવેશ કરવા લાગી જાય અને પ્રજામતને જ પોતાની નીતિ સમજતી થાય તો એ જ જમીનદાર સમજી જશે કે કિસાનોનાં સુખદુઃખનો ખ્યાલ રાખવો તથા તેમની સેવા કરવી એ પોતાની પ્રથમ ફરજ છે, પણ હં ુ આ બાબત મારો મત સાબિત કરવા અહીં નથી આવ્યો. આ અગત્યના સવાલ અંગે, આ પ્રાંતના સાચા આગેવાન પંડિત જવાહરલાલજીની સલાહ જ સાચી માર્ગદર્શક નીવડશે. હં ુ તો કેવળ તેમની ગેરહાજરીમાં, તેમના પ્રતિનિધિ માફક, મારી અલ્પ શક્તિ પ્રમાણે તેમના પાછા આવતાં સુધી, તમને તમારું કર્તવ્ય સમજાવી શકું તો મારી ફરજ પૂરી થઈ સમજીશ. છેવટે તો એમના અનુભવોનો નિચોડ જ તમારે માટે સર્વમાન્ય હોવો જોઈએ. કેમ કે એમણે તમારે માટે જ ે સ્વાર્થત્યાગ કર્યો છે, જ ે દુઃખ વેઠ્યાં છે અને જ ે ભગીરથ પ્રયત્ન કર્યો છે, એટલો કોઈએ નથી કર્યો. તેમની સત્યનિષ્ઠા અને ગરીબો માટે એમના દિલમાં જલતી આગ વિશે દુશ્મનને પણ શક નથી. [સરદાર વલ્લભભાઈનાં ભાષણોમાંથી] 

સરદાર પટે લ વિષયક કે ટલાંક પુસ્તકો સરદાર પટેલૹ એક સમર્પિત જીવન રાજમોહન ગાંધી

500.00 સરદાર પટેલ — પસંદ કરે લો પત્રવ્યવહાર—૧, ૨ 400.00 સરદારની જ ેલડાયરી 15.00 સરદારની અનુભવવાણી 60.00 સરદાર વલ્લભભાઈનાં ભાષણો 400.00 ગુજરાતના શિરછત્ર સરદાર 60.00 Patelૹ A Life  Rajmohan Gandhi 500.00

398

[ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


આર્થિક નિયતિવાદ નરહરિ દ્વા. પરીખ સૌને કામ મળે, પ્રગતિ થાય, સરે રાશ લોકોની વાજબી માંગ સંતોષાય, સુખાકારી આસપાસ મહાલતી હોય, ઊંચ-નીચનો કોઈ ભેદભાવ ન વર્તાય, શિક્ષણ-સ્વાસ્થ્યની પાયાની જરૂરિયાત સંતોષાતી હોય, નિર્માયેલી વ્યવસ્થામાં કોઈને પણ પિસાવું ન પડે, વર્તમાન કે ભવિષ્યને લઈને કોઈ આશંકિત ન હોય. — આ યાદીને હજુ પણ લંબાવીને સુખાકારીના માપદંડના દાખલાઓ આપી શકાય, પણ દેશનો આધુનિક આર્થિક ઇતિહાસ તપાસીએ તો તેમાં આ બધું જ જાણે ગાયબ થઈ ચૂક્યું છે. અને હવે જ ે રીતે આર્થિકચક્રએ ગતિ પકડી છે તેમાં તો ગરીબ-પીડિત-શોષિતને તો ૧૮૯૧ • ૧૯૫૭ માત્ર ને માત્ર પિડાવાનું જ આવી રહ્યું છે. મૂડીવાદની આ વિસંગતઓના ભાર તળે સમાજનો સૌથી નીચલો વર્ગ કચરાઈ રહ્યો છે. પશ્ચિમના કેટલાક વિકસિત દેશોમાં મૂડીવાદ તેની ચરમસીમાએ પહોંચ્યો છે અને તેઓ પોતાને આ વિષચક્રમાં ફસાયા હોવાનું અનુભવે છે. વર્તમાન ભારતની તાસીર આપણે પણ તે દિશામાં ગતિમાન થઈ રહ્યા હોવાની સાક્ષી પૂરે છે, ત્યારે આ મૂડીવાદની આત્યંતિકતાથી ઊભા થનારા ભયસ્થાનો વિશે એકવાર અવશ્ય વિચારવું રહ્યું.

…અત્યારની આર્થિક અસમાનતા અને તેને અંગે પૃથક્કરણ કરવાની તેની શક્તિ અદ્ભુત છે. યુરોપના ઊભા થતાં પાર વિનાનાં અનિષ્ટોનું મૂળ મૂડી અથવા ઉત્પાદનનાં સાધનો ઉપરનો ખાનગી માલિકીહક છે એ સમજાવી માર્ક્સ કહે છે કે, મૂડી ઉપરના ખાનગી માલકીહકની નાબૂદી એ હવે માનવજાતિની વિશેષ પ્રગતિ માટે અનિવાર્ય છે અથવા એને માટેના સંજોગો નિર્માણ થઈ ચૂક્યા છે. પોતાનું આ કથન સિદ્ધ કરવા એ ઇતિહાસનો આશ્રય લે છે. ઐતિહાસિક ઘટનાઓને એક મહાન વિવેચકની દૃષ્ટિએ નિહાળી તેનું સૂક્ષ્મ

‘ફિલિપીન્સ ટુડ’ે અખબારમાં પ્રકાશિત આર્થિક અસમાનતા દર્શાવતું કાર્ટૂન (કાર્ટૂનિસ્ટ : એન્જેલો લૉપેઝ)

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

ઇતિહાસમાંથી વિપુલ સામગ્રી રજૂ કરી તે સિદ્ધ કરે છે કે ઉત્પાદનની જુ દી જુ દી પ્રથાઓ તે તે કાળની ઐતિહાસિક પરિસ્થિતિને લઈને અમલમાં આવી છે. ઉત્પાદનનાં સાધનો જ ેમાં ઓજારો અને યંત્રો મુખ્ય ભાગ ભજવે છે એમાં જ ેમ જ ેમ સુધારો થતો જાય છે તેમ તેમ ઉત્પાદનની પ્રથા બદલાતી જાય છે. દુનિયામાં કોઈ પણ પ્રથા કે સંસ્થા હસ્તીમાં આવે છે ત્યારે પોતાની સાથે, પોતાના ગર્ભમાં જ, પોતાના વિનાશનાં તત્ત્વો તે બીજ રૂપે લઈને અવતરે છે. ઉત્પાદનની અમુક પ્રથા ચાલુ થયા પછી વિકાસ પામીને વ્યાપક થાય તેની સાથે પેલાં વિનાશનાં બીજ પણ વ્યાપક થતાં જાય છે. એ પ્રથા વિકાસની એવી કોટિએ પહોંચે કે તેથી આગળ તેનો વધુ વિકાસ શક્ય ન હોય ત્યારે એ માનવજાતિની પ્રગતિમાં અંતરાય રૂપ થઈ પડે છે અને એ પ્રથાની સાથે જ જન્મેલાં પેલાં વિનાશનાં બીજરૂપ તત્ત્વો મોટુ ં સ્વરૂપ ધારણ કરી એ પ્રથાને છિન્નભિન્ન કરી નાખે છે. ગુલામીપ્રથા, ઠકરાત- પદ્ધતિ, શહે રો અને કસબાના સ્વતંત્ર હાથકારીગરો અને વેપારીઓ — એ બધાં તે 399


હરીફાઈને કારણે ઉદ્યોગધંધામાં ઊથલપાથલ અને મંદી વખતોવખત આવ્યાં કરે છે. કારણ માલની છત અને માંગનું ત્રાજવું સમતોલ રહેવા જ પામતું નથી. અને એથીયે ભયંકર પરિણામ તો એ આવે છે કે, બજારો કબજે કરવાની વેપારી હરીફાઈમાંથી વારંવાર યુદ્ધો થાય છે. જેમ જેમ ઉદ્યોગો કેન્દ્રિત થતા જાય છે તેમ તેમ તેના રક્ષણ અને ફેલાવા માટે રાજ્યસત્તાને પણ કેન્દ્રિત થવું પડે છે

તે વખતની આર્થિક જરૂરિયાતોને કારણે હસ્તીમાં આવ્યાં અને પરિસ્થિતિ બદલાતાં નવાં ઉત્પન્ન થયેલાં આર્થિક બળોને કારણે વિનાશ પામ્યાં. માણસને ભૌતિક શક્તિનો ઉપયોગ કરતાં આવડ્યું ત્યારે તેની મદદથી મોટાં કારખાનાં, રે લવે, આગબોટો વગેરે ચલાવવા માટે મોટા સફરી વેપારીઓ પાસે એકત્રિત થયેલી મૂડી કામમાં આવી. ઉત્પાદનનો જથ્થો તેમજ વિવિધતા વધ્યાં. માણસ પહે લાં જ ેટલી વસ્તુઓ વાપરી શકતો તેના કરતાં વધારે વસ્તુઓ વાપરતો થયો, વધારે ઝડપથી અને વધારે સગવડથી મુસાફરી કરતો થયો, દૂર દૂરના દેશના લોકોને એકબીજા સાથે સંબંધમાં આવવાનાં સાધન વધ્યાં. તાર, ટપાલ, વર્તમાનપત્રો, પુસ્તકો વગેરે સાધનોથી માણસની એકબીજા વિશેની માહિતી ખૂબ જ વધી ગઈ. પણ તેની સાથે આ ઉત્પાદનના મૂળમાં જ રહે લી ખામી — જ ે ખામીને લીધે ઉત્પાદનનાં સાધનો એક વધુ નાના બનતા વર્ગના હાથમાં એકઠાં થતાં જાય છે અને પોતાના હાથપગ સિવાય બીજા કશા સાધન વિનાનો મજૂ રવર્ગ વધતો જાય છે — તેને લીધે એવી પરિસ્થિતિ ઊભી થતી જાય છે કે, ઉત્પાદન તો ખૂબ વધે છે, પણ આમજનતામાં તે ખરીદ કરવાની શક્તિ 400

ઘટતી જાય છે. વળી, યંત્રરચનામાં ઉત્તરોત્તર થતા સુધારાને લીધે માનવશક્તિ અથવા મજૂ રોની જરૂર પણ ઓછી પડે છે એટલે બેકાર લોકોનું ટોળું પણ ઉત્તરોત્તર વધતું જાય છે. ઉત્પાદન વધ્યું હોવા છતાં લોકોને તંગી ભોગવવી પડે છે એ મોટી વિસંગતતા ઊભી થાય છે એને લીધે સમાજમાં તીવ્ર અસંતોષ પેદા થાય છે. એ વિસંગતતાના ઉપાય તરીકે અને પોતાના દેશના ગરીબ અને બેકાર લોકોને કામ આપી તેમની ગરીબી દૂર કરવા માટે ઉદ્યોગમાં આગળ વધેલા દેશો, પછાત દેશોમાં વસાહતો સ્થાપે છે તથા પોતાના વધતા જતા ઉત્પાદન માટે ત્યાં બજારો સ્થાપે છે. એટલે યંત્રઉદ્યોગમાં આગળ વધેલા દેશને રાહત મળે છે, પણ પછાત દેશોના જૂ ના હાથઉદ્યોગો પડી ભાગે છે અને ત્યાંની અર્થરચના ખોરવાઈ જાય છે. ત્યાં વળી ગરીબી અને બેકારી મોટા પાયા ઉપર ફે લાય છે. ત્યાંના ઉત્સાહી માણસો પોતાના દેશમાં યંત્રઉદ્યોગો સ્થાપવા પ્રયત્ન કરે છે અને જૂ ના યંત્રઉદ્યોગોવાળા દેશો સાથે હરીફાઈમાં ઊતરે છે. જૂ ના દેશો તો એકબીજા સાથે હરીફાઈ કરતાં જ હોય છે. આ બધી હરીફાઈને કારણે ઉદ્યોગધંધામાં ઊથલપાથલ અને મંદી વખતોવખત આવ્યાં કરે છે. કારણ માલની છત અને માંગનું ત્રાજવું સમતોલ રહે વા જ પામતું નથી. અને એથીયે ભયંકર પરિણામ તો એ આવે છે કે, બજારો કબજ ે કરવાની વેપારી હરીફાઈમાંથી વારં વાર યુદ્ધો થાય છે. જ ેમ જ ેમ ઉદ્યોગો કેન્દ્રિત થતા જાય છે તેમ તેમ તેના રક્ષણ અને ફે લાવા માટે રાજ્યસત્તાને પણ કેન્દ્રિત થવું પડે છે. ઘણાખરા મોટા ઉદ્યોગો અમુક સ્થળ-મર્યાદામાં ચલાવવાનું વધારે અનુકૂળ પડતું હોઈ, મજૂ રો પણ એટલી જ સ્થળ-મર્યાદામાં કેન્દ્રિત થાય છે અને પોતાને માટે લાભો મેળવવા સારુ સંગઠિત થાય છે. ટૂ કં માં અમુક અમુક દેશોમાં વધારે પડતું ઉત્પાદન, પોતાના દેશ માટે આવશ્યક હોય તે કરતાં ઘણું [ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


વધારે ઉત્પાદન, એ ઉત્પાદનનો નિકાલ કરવા બજારો શોધવાની હરીફાઈ, ઉત્પાદનના પ્રમાણમાં સમગ્ર રીતે જોતાં લોકોની ખરીદશક્તિમાં ઘટાડો એટલે કે છત અને માંગની વિષમતા, તેને પરિણામે બજારોમાં આવતા મંદીના લાંબા લાંબા ગાળા, મજૂ રવર્ગમાં વધતી જતી ગરીબી અને બેકારી, એ દૂર કરવા માટે સંગઠિત થઈને હડતાલો, વગેરે દ્વારા માલિક વર્ગ સાથેના ઝઘડા, પોતાના દેશના મજૂ રોને કામે લગાડવા બીજા દેશો ઉપરનું આર્થિક આક્રમણ અને આ બધી આર્થિક હરીફાઈમાં નીપજતાં વિશ્વવ્યાપી મહાયુદ્ધો, દા. ત., 1914–18નું મહાયુદ્ધ અને ચાલુ વિશ્વયુદ્ધ1, — એ બધી અત્યારની મૂડીદારી અર્થરચનાની વિસંગતતાઓ છે. આ વિસંગતતાઓ માનવજાતિની પ્રગતિને ગૂંગળાવી રહી છે અને તેથી જ આ વિસંગતતાઓને જન્મ આપનાર મૂડીદારી અર્થરચનાનો નાશ કર્યા વિના માનવજાતિ રહે વાની નથી. આ વિસંગતતાઓ જ મૂડીદારી અર્થરચનાનો નાશ–નિર્માણ કરે છે. પોતાની આ વિચારસરણીને કાર્લ માર્ક્સ आर्थिक नियतिवाद (ઇકોનૉમિક ડિટર્મિનિઝમ) એવું નામ આપે છે. તેનો અર્થ એવો છે કે, અમુક કાળે પ્રવર્તતી ઉત્પાદન પ્રથા અમુક જાતની અર્થરચના નિર્માણ કરે છે. એ અર્થરચનામાં એ રચનાને તોડનારાં આર્થિક બળો ઉત્પન્ન થાય છે અને જૂ ની અર્થરચના તથા નવાં પેદા થયેલાં આર્થિક બળોના ઘર્ષણમાં જૂ ની અર્થરચનાનો નાશ થઈને તેમાંથી નવી અર્થરચના પેદા થાય છે અને માનવજાતિ વિકાસના ક્રમમાં એક ડગલું આગળ ભરે છે. આ નવી અર્થરચના સ્થિર થતાં એની પણ એ જ દશા થવાની. દુનિયાનો ઇતિહાસ તપાસીએ તો ભૂતકાળમાં આવાં અનેક ઘર્ષણો થયાં છે, જ ે દરે ક ઘર્ષણે માનવજાતિને આગળ વધારી છે અને ભવિષ્યમાં પણ આવાં ઘર્ષણો દ્વારા જ માનવજાતિ પ્રગતિ કરશે. 1. બીજુ ં વિશ્વયુદ્ધ

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

સમાજની આર્થિક પ્રગતિને માટે આ ક્રમ નિયત થયેલો છે તેથી નિયતિવાદ એવું નામ આપ્યું છે. આ બધામાં માણસની નૈતિક ભાવનાઓ, આદર્શો, ફિલસૂફી, સાંસારિક રીતરિવાજો, ધાર્મિક માન્યતાઓ એ બધું ગૌણ રહે છે, અથવા કહો કે એ બધું અર્થોત્પાદનની પ્રથા ઉપર અને તેમાંથી નિષ્પન્ન થતી સમાજની અર્થરચના ઉપર નિર્ભર છે. સમાજમાં પ્રધાન અને પ્રવર્તક શક્તિ આર્થિક બળોની છે. માણસના જીવનનાં બીજાં બધાં ક્ષેત્રોની રચના, માણસના બીજા બધા વિચાર વ્યવહારો, ધર્મ અને નીતિની ભાવનાઓ સુધ્ધાં, તે તે કાળે પ્રવર્તતાં આર્થિક બળોમાંથી નિષ્પન્ન થતી અર્થરચનાને અનુસરીને રચાય છે અથવા ઘડાય છે. અર્થતંત્રના પાયા ઉપર જ સમાજજીવનની આખી ઇમારત ઊભી થાય છે. આ બધું કાર્લ માર્ક્સે જૂ ના ઇતિહાસમાંથી અનેક દાખલા આપી સિદ્ધ કરી બતાવ્યું છે તેથી આ વાદને ‘હિસ્ટૉરિકલ મેટીરિયલિઝમ2’ પણ કહે વામાં આવે છે. આપણે તેને માટે इतिहासफलित भौतिकवाद એ શબ્દ વાપરીશું. આ વાદને અનુસરીને કાર્લ માર્ક્સ એમ કહે વા ઇચ્છે છે કે, મૂડીદારી અર્થરચના જ ે વ્યક્તિવાદ ઉપર રચાઈ છે અને જ ેમાં વ્યક્તિના ખાનગી માલકીહકને ધર્મે, નીતિએ, કાયદાએ, સમાજના રીતરિવાજ ે તથા માણસના અત્યારના સ્વભાવે માન્ય રાખો છે તે નાબૂદ થવો જોઈશે અને તેને સ્થાને તમામ મૂડી ઉપર સમાજનો માલકીહક સ્થપાવો જોઈશે. અહીં મૂડી ઉપર સમાજનો માલકીહક એ શબ્દો ધ્યાનમાં રાખવાના છે. કારણ માણસની અંગત વાપરવાની વસ્તુઓ— જ ેવી કે કપડાં, પુસ્તકો, રહે વાનું ઘર, તેમાંનું રાચરચીલું, એના ઉપર માલકીહકની નાબૂદીની આ વાત નથી. આવા માલકીહકથી કોઈનું શોષણ થઈ 2. ઇકોનૉમિક ડિટર્મિનિઝમ, હિસ્ટૉરિકલ મેટીરિયલિઝમ, ડાયલેક્ટિકલ મેટીરિયલિઝમ, એ બધા શબ્દો સમાનાર્થક છે. 401


શકતું નથી. શોષણ તો મૂડી ઉપરના માલકીહકથી, ઉત્પાદનનાં સાધનો ઉપરના માલકીહકથી થાય છે. ટૂ કં માં એમ કહી શકાય કે જ ે વસ્તુમાંથી આવક કરી શકાય તે વસ્તુ ઉપર તમારો માલકીહક ન હોવો જોઈએ. ઘર તમે જાતે વાપરો તો કશો વાંધો નથી, પણ એ જો તમે ભાડે આપો એટલે તમે જાતે કશી મહે નત કર્યા વિના તેમાંથી આવક ખાઓ તો એ મૂડી થઈ અને તેના ઉપર તમારો માલકીહક ન હોઈ શકે. 19મી સદીના મધ્ય ભાગમાં જ્યારે માર્ક્સ આ બધું લખતો હતો અને પોતાના વિચારોને અમલમાં મૂકવા માટે પ્રચાર પણ કરતો હતો ત્યારે એને એમ લાગતું હતું કે, આર્થિક નિયતિવાદ મુજબ મજૂ રોનો બળવો હાથવેંતમાં છે. તેને એમ પણ લાગતું હતું કે મજૂ રોનો બળવો જ્યાં મૂડીદારીનો વધારે માં વધારે વિકાસ થયો છે અને જ્યાં મજૂ રો વધારે એકત્રિત થયા છે એવા ઉદ્યોગમાં આગળ વધેલા દેશમાં પહે લો થશે. ઇંગ્લંડનાં કારખાનાંમાં અને ખાણોમાં તે કાળે મજૂ રોની અને તેમની સ્ત્રીઓ તથા બાળકોની કમકમાટી ઊપજ ે એવી દશા થઈ રહી હતી. તેનું આબેહૂબ વર્ણન તેણે આપ્યું છે. તેના માનવા પ્રમાણે તો ઇંગ્લંડમાં ક્રાંતિ વહે લી થવી જોઈતી હતી, પણ ઇંગ્લંડે પોતાના માલ માટે પોતાની વસાહતોનાં અને હિં દુસ્તાન જ ેવા બીજા કબજ ે કરે લા દેશોનાં બજાર શોધી કાઢી ત્યાં ચલાવેલ વેપારી લૂંટમાંથી પોતાના મજૂ રોને પણ કટકોબટકું ભાગ આપવા માંડ્યો અને એ રીતે મજૂ રોની સ્થિતિ સારી બનાવી તેમને સંતોષ્યા અને ક્રાંતિ માટેની પરિસ્થિતિ દૂર કરી અથવા આગળ ઠેલી અને રશિયામાં આર્થિક પરિસ્થિતિ કરતાં — કારણ આર્થિક પરિસ્થિતિ તો એના જ ેવી ખરાબ બીજા કેટલાય દેશોમાં પણ હતી — એટલે આર્થિક પરિસ્થિતિ કરતાં રાજકીય

પરિસ્થિતિની વિશેષ અનુકૂળતાને લીધે તથા રશિયાને મળી આવેલી સમર્થ નેતાગીરીને લીધે સને 1917માં ક્રાંતિ થઈ. ભૂતકાળની બની ગયેલી ઘટનાઓનું પૃથક્કરણ જ ેટલી ચોકસાઈથી અને નિશ્ચિતતાપૂર્વક માણસ કરી શકે છે તેટલી ચોકસાઈથી અને નિશ્ચિતતાપૂર્વક ભવિષ્યની આગાહી માણસ કરી શકતો નથી. એટલે આર્થિક નિયતિવાદનો શબ્દેશબ્દ ખરો માનવા જઈએ તો ગોથું ખાઈ જવાનો ભય છે. વળી, યુરોપના ઇતિહાસના વાચનમાંથી જ ે અનુમાનો કાર્લ માર્ક્સે તારવી કાઢ્યાં તે હિં દુસ્તાનના અને એશિયાના બીજા દેશોના ઇતિહાસમાંથી પણ નીકળવાં જ જોઈએ અથવા નીકળી જ શકે કે કેમ એ પણ એક મોટો સવાલ છે. આપણા દેશમાં ગુલામી પ્રથા બિલકુ લ ન હતી એમ ન કહી શકાય, પણ યુરોપના જ ેવી વ્યાપક તો નહોતી જ. ગ્રીસ અને રોમમાં જ ેમ ગુલામો દ્વારા જ બધું અર્થોત્પાદન થતું તેવું આપણા દેશમાં બિલકુ લ ન હતું. યુરોપના જ ેવી ઠકરાત પદ્ધતિ આપણા દેશમાં હતી અને હજી પણ છે છતાં એ ઠાકોરોની સામે માથું ઊંચકી શકે અને પોતાનું સ્વત્વ અને સ્વાતંત્ર્ય જાળવી શકે એવી ગ્રામપંચાયતો જ ેટલી વ્યાપક અને બળવાન આપણે ત્યાં હતી તેવી યુરોપમાં ન હતી. વળી યુરોપના સામાજિક આદર્શે અર્થને જ ે પ્રાધાન્ય આપ્યું છે અને અર્થની જ ે ઉપાસના કરી છે તેવી પણ આપણા દેશના સામાજિક આદર્શે કદી નથી કરી. આ બધાં કારણોને લઈને યુરોપમાં જ ે ઢબે મજૂ રોની મુક્તિની પ્રવૃત્તિ ચાલી છે અને ચાલે છે તે જ ઢબે આપણે ત્યાં ચાલવી જોઈએ એમ કહીએ તો આપણો ઇતિહાસ આપણે બરાબર નથી ભણ્યા એમ માનવું પડે. [રમેશ બી. શાહ સંપાદિત સક્ષિપ્ત માનવ અર્થશાસ્ત્રમાંથી] 

402

[ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીનું પત્રકારત્વ રમણ મોદી છેલ્લા કેટલાય સમયથી આપણે ત્યાં માધ્યમોની સત્યતાને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. ફે ક ન્યૂઝ, પેઇડ ન્યૂઝની સંખ્યામાં એટલો વધારો થયો છે કે, તેમાં સાચા સમાચાર શોધવા મુશ્કેલ થઈ પડે છે. પત્રકારત્વનું થઈ રહે લું આ પતન સમાજ સારુ જોખમી બની રહ્યું છે. ગાંધીજીએ પણ એમની પત્રકારત્વની સફર દરમિયાન પત્રકારત્વક્ષેત્રે સર્જાઈ શકતાં આવાં જોખમો વિશે અનેક વખત લખ્યું છે. ગાંધીજી પાસેથી જ ેમ આપણને અનેક ક્ષેત્રે સૈદ્ધાંતિક માર્ગદર્શન મળે છે, એમ પત્રકારત્વ બાબતે પણ ગાંધીજી આપણને આદર્શ પત્રકારત્વનું માર્ગદર્શન આપવાનું ચૂક્યા નથી. ૧૯૩૧ • ૨૦૧૭ સાચું પત્રકારત્વ કેવી રીતે થવું જોઈએ અને એક પત્રકાર તરીકે ગાંધીજીએ તટસ્થ રહે વા માટે કેવા પ્રયાસ આદર્યા હતા, તેની એક ઝલક ગાંધીસાહિત્યના અભ્યાસી રમણ મોદીએ સંશોધન કરીને ‘ગાંધીજીનું સાહિત્ય’ પુસ્તકમાં આપણને આપી છે. વર્તમાન સમયે સત્યતાની કસોટીએ ચડેલું પત્રકારત્વ ગાંધી પાસેથી ફરી પ્રેરણા લેશે એ આશય સાથે પ્રસ્તુત પુસ્તકના એક પ્રકરણના સંપાદિત અંશો અહીં રજૂ કર્યા છે.

…આદર્શ પત્રકાર તરીકે ગાંધીજીએ જ ે સિદ્ધિ વાર એમને પ્રવાસ કરવો પડતો. એટલે ટ્નરે ોનો સમય અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી, તેવી લોકપ્રિયતા પોતાના શુદ્ધ ધ્યેયને વળગી રહીને બહુ ઓછાએ પ્રાપ્ત કરી હશે. પત્રકારના ધંધાને તેઓ સેવાભાવી ન્યાયાધીશનો ધંધો માનતા. પત્રોમાં તેઓ પોતાના વિરોધીઓના ગુણો અંતરની ઊલટથી પ્રગટ કરતા તો પોતાના સાથીઓ કે અનુયાયીઓના દોષો પણ નિઃસંકોચપણે રજૂ કરતા. વળી છાપાં માટેનાં એમનાં લખાણો અત્યંત ચોકસાઈપૂર્વક તેઓ તૈયાર કરતા અને બીજાઓએ લખેલો એક પણ લેખ તેમના જોયા વગર છપાતો નહીં. આ બાબતમાં પોતાના કુ શળમાં કુ શળ સાથીને પણ એઓ છૂટ નહોતા આપતા. પત્રકાર તરીકેની તેમની આ વિશિષ્ટતાઓને લીધે જ તેઓ પોતાના જમાનાના એક મહાન પત્રકાર બન્યા. એક પત્રકારે એમને સૌથી મહાન પત્રકારનું બિરુદ આપ્યું પણ છે.1 દેશ આખાના અનેક પ્રશ્નો એમની સામે આવતા અને એમને ઉકેલવાના રહે તા. વળી દેશભરના કાર્યકરોના સંપર્કમાં એમને રહે વું પડતું. આથી અનેક

તેઓ બરાબર સાચવતા. સાથે સાથે ટપાલનો સમય પણ જાણી લેતા અને પોતાના પત્ર માટેના લેખો તેઓ પ્રવાસમાંથી પણ નિયમિત મોકલતા. જ ે દિવસે લેખો મોકલવાના હોય તે દિવસે એમની છાવણીમાં ધમાલ રહે તી. સમય સમય પર કેટલું લખાણ તૈયાર થયું તેની તપાસ રાખતા, ઓછુ ં રહે તો પોતે પૂરું કરી આપતા અને ઠરાવેલે સમયે છાપું કાઢવાની ચીવટ રાખતા. તેથી જ આટલા લાંબા પ્રવાસો દરમિયાન પણ એમનું સાપ્તાહિક કદી મોડુ ં પડ્યું નહોતું. એમના જીવનનો આદર્શ એમણે પત્રકાર તરીકેના

1. બાપુ–મારી નજરે  : લે. રામનારાયણ ચૌધરી, પૃ. 131.

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

403


ધંધામાં ચરિતાર્થ કર્યો હતો. જ ેટલું ઊંચું, ભવ્ય અને પવિત્ર એમનું જીવન હતું, તેટલું મહાન એમનું પત્રકારત્વ હતું. એમાં સચ્ચાઈ અને સાદાઈ હતાં. સમાજકલ્યાણની ભાવના હતી. કેવળ સનસનાટીભર્યા સમાચારો એમણે કદી છાપ્યા નહોતા. તેઓ માનતા કે છાપાનું લવાજમ એટલું હોવું જોઈએ કે તે સ્વાવલંબી થઈ શકે. એને સ્વાવલંબી બનાવવા માટે કોઈ પણ પ્રકારના કૃ ત્રિમ ઉપાયો એમણે નિંદ્ય માન્યા હતા. જ ે છાપાની જરૂર ન હોય તેને કૃ ત્રિમ અને વાંધાભરે લા ઉપાયોથી જીવતા રહે વાનો અધિકાર નથી, એમ એઓ માનતા. એમના સમયમાં કેટલાક દેશભક્તોએ પત્રો શરૂ કરે લાં અને એને યેનકેન પ્રકારે ણ ચાલુ રાખવા માગતા, તે જોઈને એમણે દુઃખ વ્યક્ત કરે લું કે, “દેશભક્ત લોકોને પણ છાપાં કાઢવાનો એટલો બધો મોહ છે કે તેઓ પોતાનું સ્વાભિમાન ખોઈને જામીનગીરી આપીને પણ છાપું કાઢે છે.”1 દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન ઓપીનિયન ચલાવતા ત્યારે તેઓ લગભગ 200 જ ેટલાં સામયિકો જોઈ જતા અને યોગ્ય લાગે તે ખબરોની તારવણી કરીને પોતાના પત્રમાં આપતા. આમ સારા

પત્રકાર થવા એમણે સભાન પ્રયત્ન કરે લો. અહીં પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિની માહિતી માટે બૉમ્બે ક્રૉનિકલ અને વિરોધી પક્ષથી પરિચિત રહે વા માટે ટાઇમ્સ હં મેશાં જોઈ જતા. સેવાગ્રામ ગયા પછી નાગપુર ટાઇમ્સ પણ વાંચતા. સાપ્તાહિકોમાં તેઓ શ્રી નટરાજનના ઇન્ડિયન સોશિયલ રિફૉર્મરનો અગ્રલેખ અને માસિકોમાં રામાનંદબાબુના મૉડર્ન રિવ્યૂની સંપાદકીય નોંધો અવશ્ય જોઈ જતા. આ બધું અર્ધા કલાકમાં જ પતાવતા, છતાં કોઈ પણ મહત્ત્વના સમાચાર એમની નજર બહાર ન રહે તા. વળી છાપાંઓ તો એમની પાસે આખી દુનિયામાંથી ભેટ તરીકે ઢગલાબંધ આવતાં. દરે ક પર નજર ફે રવી યોગ્ય લાગે એવાં લખાણોની કાપલી તૈયાર કરી તેઓ પોતાની લાઇબ્રેરી (જાજરૂ)માં વાંચતા. એમણે મિ. એરુન્ડલને તા. 4–7–’19ને દિવસે લખેલા કાગળમાં જણાવેલું : “હં ુ તો તમને અને વર્તમાનપત્રોના બીજા અધિપતિઓને વીનવું છુ ં કે આપણા રાજકારણમાં ઉદારતા, ગાંભીર્ય અને નિઃસ્વાર્થતા દાખલ કરવાનો આગ્રહ કરો. પછી આપણા મતભેદો આજ ે જ ેમ કઠે છે તેમ કઠશે નહીં.” વળી નનામા લેખો કે કાગળો લખનારને પણ એમણે ચેતવેલા અને કહે લું કે, આપણા વિચારો દર્શાવતાં આપણે ડરવું કે શરમાવું ન જોઈએ.2 ગમે તેવા અસાધારણ સંજોગોમાં કે અંતરને હલાવી નાખનારા પ્રસંગોએ પણ એમણે પોતાની સ્વસ્થતા નહોતી છોડી. મગજનું સમતોલપણું કદી પણ ગુમાવ્યું નહોતું. હલકી ભાષા કે દ્વેષનો એમની ભાષામાં સદંતર અભાવ હતો. આમ પત્રકારની જવાબદારીનું સચોટ ભાન અને હલકી મનોવૃત્તિને તિલાંજલિ આપવાની એમની ઉત્કટતા એમને પત્રકાર તરીકે ઉજ્જ્વળ કારકિર્દી અપાવે છે. ગાંધીજીએ પત્રો ચલાવ્યાં, પણ સરકારી અંકુશને

1. એજન, પૃ. 55.

2. નવજીવન, 4–7–’20.

અસાધારણ સંજોગોમાં કે અંતરને હલાવી નાખનારા પ્રસંગોએ પણ એમણે પોતાની સ્વસ્થતા નહોતી છોડી. મગજનું સમતોલપણું કદી પણ ગુમાવ્યું નહોતું. હલકી ભાષા કે દ્વેષનો એમની ભાષામાં સદંતર અભાવ હતો. આમ પત્રકારની જવાબદારીનું સચોટ ભાન અને હલકી મનોવૃત્તિને તિલાંજલિ આપવાની એમની ઉત્કટતા એમને પત્રકાર તરીકે ઉજ્જ્વળ કારકિર્દી અપાવે છે

404

[ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


કદી વશ નહોતા થયા. જ્યારે જ્યારે સરકારના ગેરવાજબી હુકમોને તાબે થવાના પ્રસંગો ઊભા થયા ત્યારે ત્યારે , એમ તાબે થવા કરતાં પોતાના પત્રને બંધ કરવું જ એમણે વધારે ઉચિત માનેલું, અને બંધ પણ કરે લું. એમનાં પત્રોમાં અનેક વિશેષતાઓ હતી. તંત્રી તરીકે એમણે પોતાની અંગત ભૂલો પણ રજૂ કરી હતી અને પોતાના જીવનને તદ્દન જાહે ર બનાવી દઈને વાચકોની સાથે એમણે જીવંત સંપર્ક સાધ્યો હતો. એમણે એમાં પ્રશ્નોત્તરીની શરૂઆત કરે લી. તેમાં કોઈ પણ વાચક ગમે તે પ્રશ્ન પૂછી શકે. આમ પ્રશ્નોની ચર્ચા માટે, અલગ રાખેલી જગ્યામાં દેશ આખામાંથી આવતા અંગત, બિનઅંગત, રાજદ્વારી, સામાજિક વગેરે અનેક પ્રશ્નોની ચર્ચા થતી. સત્ય, નિર્ભયતા, સાદાઈ, સદ્ભાવ અને સહિષ્ણુતા ઉપરાંત નૈતિકતા અને આધ્યાત્મિકતા પણ એમના પત્રકારત્વને વધારે તેજસ્વી બનાવે છે. તેઓ પોતાનાં લખાણો પાછળ ખંત, પરિશ્રમ અને તટસ્થતા માટે જ ે દીર્ઘ ઉદ્યોગ કરતા તેનાથી એમની ભાષામાં સ્પષ્ટતા અને અર્થબોધતા આવ્યાં અને એમણે પ્રાસાદિક રીતે મહાન સત્યો રજૂ કર્યાં ને સમજાવ્યાં. એનાથી પ્રજાની માનસિક ભૂખ સંતોષાઈ અને એમના જીવનમાં નવો પ્રાણસંચાર થયો. શુદ્ધ સરળ ભાષામાં પણ અકૃ ત્રિમ રીતે ગૂઢ જ્ઞાન રજૂ થઈ શકે છે એ એમણે ગુજરાતી જનતાને પોતાના પ્રત્યક્ષ દૃષ્ટાંત દ્વારા બતાવી આપ્યું. વળી તેઓ જ ે કંઈ લખતા તે પૂરી સાવધાનીથી લખતા, પૂરેપૂરી તપાસ કર્યા વગર અને માહિતી મેળવ્યા વગર પોતે કદી કાંઈ પણ લખતા નહીં. શબ્દેશબ્દ તોળીને લખતા. એમના લખાણમાં ક્યાંય ગૂંચ કે અતિશયોક્તિ, કટુતા કે ચાલાકી નજરે નહોતાં પડતાં. પોતાનું સમગ્ર વ્યક્તિત્વ રજૂ કરી એવી દૃઢતાથી પોતાના વિચારો રજૂ કરતા કે એમની કલમ

સત્ય, નિર્ભયતા, સાદાઈ, સદ્‌ભાવ અને સહિષ્ણુતા ઉપરાંત નૈતિકતા અને આધ્યાત્મિકતા પણ એમના પત્રકારત્વને વધારે તેજસ્વી બનાવે છે. તેઓ પોતાનાં લખાણો પાછળ ખંત, પરિશ્રમ અને તટસ્થતા માટે જે દીર્ઘ ઉદ્યોગ કરતા તેનાથી એમની ભાષામાં સ્પષ્ટતા અને અર્થબોધતા આવ્યાં અને એમણે પ્રાસાદિક રીતે મહાન સત્યો રજૂ કર્યાં

તલવાર કરતાં વધુ શક્તિશાળી બની હતી. એમના લેખોએ આખાયે દેશમાં જ ે જાગૃતિ આણી હતી, તે એમની પહે લાંનો કોઈ પત્રકાર નહોતો લાવી શક્યો. એમના તે કાળના લેખો અનેક પત્રો અને સામયિકોમાં એકીવખતે પુનર્મુદ્રિત થતા, અને આખા દેશના ખૂણે ખૂણે વંચાતા, ગાંધીજીએ પોતાના લેખો દ્વારા ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓને ખેડી હતી. પરદેશમાં પણ અનેક દેશોના લોકો, રાજપુરુષો અને સમાજસુધારકો એમના વિચારો જાણવા આતુર રહે તા. કુ મારી ડૉ. મૉડ રૉઇડન લખે છે : હરિજનમાં લખાતા ગાંધીજીના 1શબ્દો વાંચતાં આપણે આ નિરર્થક ઘોંઘાટ ને ગોટાળામાંથી નીકળીને તેની પાર શુદ્ધ અને ચોખ્ખી હવામાં પહોંચીએ છીએ. એ હવા વધારે ચોખ્ખી છે, કેમ કે આપણે યુદ્ધનાં ધૂળ અને વાવંટોળની પાર જોઈ શકીએ છીએ; અને વધારે શુદ્ધ છે, કેમ કે એની પાછળ પ્રેરણા શુદ્ધ સત્યનિષ્ઠાની રહે લી છે.1 1. ગાંધીજીને જગવંદના, (1944); પૃ. 188. 

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

405


રાજાજી — હર મોસમના માનવી એન. એ. પાલખીલવાળા સ્વતંત્ર ભારતના પ્રથમ હિં દી ગવર્નર-જનરલ, પશ્ચિમ બંગાળના પ્રથમ ગવર્નર, બ્રિટિશશાસિત મદ્રાસ સ્ટેટના મુખ્ય પ્રધાન, પ્રથમ ભારતરત્ન ખિતાબ મેળવનારાઓમાંના એક, દક્ષિણી રાજ્યોમાં હિં દી ભાષાના શિક્ષણના હિમાયતી અને બંધારણસભાનાં સલાહકાર સમિતિના સભ્ય. ચક્રવર્તી રાજગોપાલાચારીના કાર્ય અને પદને લઈને હજુય યાદી લાંબી થઈ શકે. રાજાજી તરીકે સંબોધન પામતા સી. રાજગોપાલાચારીનું યોગદાન આઝાદી અને તે પછીના કાળમાં અનન્ય રહ્યું છે. ગાંધીજીએ તો તેમને પોતાના સાથી ઉપરાંત “Keeper of my conscience”(અંતરાત્માના રખવાળ) કહ્યા હતા. ૧૯૨૦ • ૨૦૦૨ રાજકીય ફલક પર પોતાની અમીટ છબિ છોડનાર રાજાજીની ડિસેમ્બરમાં જન્મ-મૃત્યુતિથિ આવે છે, ત્યારે તેમના વ્યક્તિત્વનો પરિચય નાની પાલખીવાળાએ તેમની 101મી વર્ષગાંઠ ે કરાવ્યો હતો તે સંભારવો ગમે એવો છે.

વિન્સ્ટન ચર્ચિલે કહે લું કે મહાન માણસનું એક મુત્સદ્દી હતા. ક્યારે ક તેઓ ખોટા પણ હતા પણ લક્ષણ એના સંપર્કમાં આવતા લોકો પર કાયમી અસર મૂકી જવાની શક્તિ છે. પોતે કરે લાં કામ દ્વારા ભવિષ્યની ઘટનાઓ પર અસર પડે એવી રીતે કામ હાથ કરવાં એ આવા માણસોનું બીજુ ં લક્ષણ છે. રાજાજી તરીકે લાખોના પ્રેમ અને આદર જ ેમણે સંપાદન કરે લા એ સી. રાજગોપાલાચારી આ બંને કઠણ કસોટીઓમાંથી પાર ઊતર્યા. જો મહાનતા ચારિત્ર્ય અને ઉચ્ચતમ બુદ્ધિમત્તાના મિશ્રણમાં રહે લી હોય અને એનું માપ વિચાર તથા કાર્યના ક્ષેત્રે કરે લી મજબૂત કામગીરીના ચિરં જીવ મૂલ્ય દ્વારા કાઢવાનું હોય તો રાજાજી કોઈ સંદેહ વગર વિશ્વના ઇતિહાસની અસાધારણ વ્યક્તિઓમાં એક હતા. રાજાજીએ ઘણા પાઠ મોટી વિશિષ્ટતાપૂર્વક ભજવેલા અને ટોચના હોદ્દા સહિત અનેક ઊંચા જાહે ર હોદ્દાઓ સંભાળેલા. દાયકાઓ સુધી તેઓ સત્તાના કેન્દ્રની નજીક હતા પણ સત્તાની ભ્રષ્ટ કરતી શક્તિની એમની સહજ સાદગી તથા નમ્રતા પર કોઈ અસર થઈ નહીં. રાજકારણીઓનો રાફડો અને મુત્સદ્દીઓની અછત એ ભારતનો શાપ છે. રાજાજી એક સાચા 406

અન્ય કોઈ જાહે ર વ્યક્તિ આટલી બધી વાર અને આટલી વિવિધ બાબતોમાં સાચી નહોતી. તામિલનાડના મુખ્યપ્રધાન તરીકે અને કેન્દ્રના કૅ બિનેટ પ્રધાન તરીકે રાજાજીએ સાચા સમાજવાદનો ઉપદેશ આપ્યો અને એને અનુસર્યા. “ઉચ્ચ વર્ગના આડંબર કે અસાધારણ ગુણની ભાવના” વગર તેઓ ગરીબો માટે ઊંડી લાગણી ધરાવતા હતા. રાજાજીનું મગજ ધારદાર હતું. એમની માનસિક પ્રક્રિયાઓએ દાયકાઓ સુધી, માન્યામાં ન આવે એટલી ઝડપથી અને તીક્ષ્ણ રીતે કામ આપ્યું. એમની ઉચ્ચ બુદ્ધિમત્તા વસ્તુના હાર્દમાં પહોંચી જતી અને પછી પ્રબળ કલ્પનાશક્તિથી આ પરે શાન ઉપખંડ માટે તેઓ ઉકેલ સુઝાડતા. એમના મગજનો વ્યાપ એમના વાચનની વિશાળતા જ ેટલો જ હતો. એમની દૃષ્ટિ કપટહીન હતી. ગાંધીજીએ એકવાર કહે લું, “રાજાજી મારા કરતાં ઓછામાં ઓછા છ મહિના આગળ જુ એ છે.” જૉન એફ. કૅ નેડીએ રાજાજીની અસરને “હં ુ પ્રમુખ બન્યો ત્યાર પછીની સૌથી વધુ સંસ્કારદાયી અસર” તરીકે ઓળખાવેલી. કોઈ પ્રશ્ન એમની શક્તિ માટે અતિ મોટો કે એમના ધ્યાન માટે અતિ નાનો નહોતો. તેઓ જ ે [ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


કંઈ કરે એ દરે ક વસ્તુમાં સંપૂર્ણતાના આગ્રહી હતા. વિવિધ વ્યક્તિઓ સાથે વિવિધ સ્તરે વાત કરવાની એમનામાં અદ્ભુત શક્તિ હતી. ઊંડાં ચિંતન અને ચોક્કસ ભાષાની એમની શક્તિ વડે તેઓ બૌદ્ધિકોને પણ પ્રભાવિત કરી શકતા. સામાન્ય લોકોને એમનાં મન અને હૃદય હલાવી દે એવી અસરકારકતાથી તેઓ સંબોધી શકતા. નેતાઓ લોકોને દોરવાને બદલે લોકોથી દોરવાતા હોય એવા સમયે, સ્પર્શમાત્રથી ઊડી જતી ખોટી ચળકતી રાજકીય લોકપ્રિયતાના ઘસારાના સમયે, રાજાજી પોતાની માન્યતામાં અડગ રહ્યા. એમની બૌદ્ધિક પ્રામાણિકતા, અદમ્ય હિં મત અને સંપૂર્ણ સાદાઈ કહે વતરૂપ બની ગયાં. ગમે એવા વાયરા વાય કે પ્રવાહ બદલાય પણ રાજાજીએ પોતાની નજર એક જ તારા પર રાખી હતી. આ તારો એટલે એમનો અંતરાત્મા અને એમની આંતરિક માન્યતા. એમના જાહે ર જીવનના છ દાયકા દરમિયાન એમની લોખંડી ઇચ્છા કે જાહે ર ફરજની એમની ભાવનાને કોઈ નમાવી શક્યું નહીં. એક માનવજીવનમાં આટલી બધી વિવિધતા ક્યારે ક જ જોવા મળે. રાજાજી સંસ્કૃત ગ્રંથોનાં કરે લાં અંગ્રેજી ભાષાંતરો કે યુરોપિયન ગ્રંથો વિશેના એમનાં તમિળ પુસ્તકો એ ક્ષેત્રનાં સુંદરતમ પુસ્તકો છે. આટલા લાંબા સમય સુધી તેઓ વાવાઝોડા પર સવાર થઈ શક્યા એનું કારણ એ કે આ વિચારક પુરુષ કાર્યનો પણ ગતિશીલ પુરુષ હતો. વ્યવસ્થાપક તરીકે એમની જોડ ભાગ્યે જ મળે. એમનામાં કદી નિષ્ફળ ન જતી માનસિક અને નૈતિક દૃષ્ટિ હતી અને માણસો અને પ્રશ્નોની કુ શળ અને વ્યવહારુ नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

વ્યવસ્થા કરવાની કળા હતી જ ે રાષ્ટ્રોનાં કદમને દોરવણી આપનારાઓમાં હોવી આવશ્યક છે. પેઢીઓ પછી આજ ે રાજકીય ચિત્ર પર છવાયેલી વ્યક્તિઓ ભુલાઈ ગઈ હશે ત્યારે પણ લોકો રાજાજીને યાદ કરશે અને પૂજશે. ભારતની સ્વતંત્રતાની કથાને એમણે આગળ લંબાવીને ભારતીય લોકોનું ભારતીયો દ્વારા થતા શોષણનું નવું પ્રકરણ લખી આપ્યું જ ેનું પૂરું માહાત્મ્ય વરસો પછી જ સમજાશે. એમના જીવનની પાનખરનાં શાંત વર્ષાેનો સંતોષ રાજાજી માટે નહોતો સર્જાયો. ૯૩ વર્ષની વયે પણ કદી પૂરા ન થનારા કામને આગળ ધપાવવાની એમનામાં તીવ્ર અદમ્ય ધગશ હતી. એમની બધી જ સફળતાઓમાં એંશી વર્ષની વય પછીની સફળતા કદાચ સૌથી મહાન લેખાશે. જડ અજ્ઞાનમાં ઘેરાયેલા મગજના રાજકારણીઓથી વીંટળાયેલા રાજાજીએ અગાઉ કરે લું એમ ફરી એક વાર નવો ચીલો પાડવાનું નક્કી કર્યું. સ્વતંત્રતાના ઊંચા આદર્શાેવાળું બંધારણ હોવા છતાં રાષ્ટ્રીય અર્થતંત્રને પરવાના રાજ્યે એના લોખંડી પંજામાં જકડી રાખેલું અને નાગરિકોના મૂળભૂત હકોને

નેહરુ અને સરદાર પટેલ સાથે

407


એમનાં ભાષણોએ ભય અને નિરાશા નિવારવાનું કામ કર્યું. સ્વતંત્રતા અને લોકશાહીની લોકોથી ભરપૂર કથામાં રાજાજીએ એમનાં છેલ્લાં તેર વર્ષમાં જ ે પ્રયત્નો કર્યા એનો જોટો નથી. વિશ્વના ઇતિહાસમાં ભાગ્યે જ બીજી એવી વ્યક્તિ મળશે જ ેણે રાજાજીની ઉંમરે અને આવા જબરદસ્ત પ્રતિકૂ ળ સંજોગોની સામે થઈને આટલા પ્રયત્નો, હિં મત અને મહે નત કર્યાં હોય તથા લોકોને આટલું બધું આપ્યું હોય. મુખ્ય પાત્ર થવા સર્જાયેલા આ માણસે ઉદારતાની ભાવના ભારતમાં પાછી લાવવા પ્રયત્નો કર્યા અને એ માટે વક્તૃત્વ, બુદ્ધિ, ચારિત્ર્ય તેમજ કાર્યશક્તિનાં પોતાનાં બધાં જ સાધનો કામે લગાડ્યાં. આત્માને ઉંમર, થાક કે મૃત્યુ નડતું નથી. રાજાજીએ એમનાં છેલ્લાં વર્ષાેમાં જ ે વિચાર અને મહે નત કર્યાં એ માત્ર ઊંડી આધ્યાત્મિક શક્તિ અને ચિરં જીવ શ્રદ્ધાવાળી વ્યક્તિ જ કરી શકે. એમની અંતર્ગત નમ્રતાએ એમને ખ્યાલ આપ્યો કે વ્યક્તિઓ અને રાષ્ટ્રનું ભાવિ ઘડતાં ઉચ્ચ બળોની યોજના પૂર્ણ કરવા માટેના તેઓ માત્ર એક સાધન હતા. કોઈ પણ બળને વશ ન થવાની હિં મત રાજાજીમાં મૂર્ત થયેલી. મિલ્ટનના આ મહાન શબ્દો રાજાજીને વાજબી રીતે લાગુ પાડી શકાય :

સંસ્કૃતિ અને ધર્મ, મૂલ્યો અને સુઘડતાનું જૂનું વિશ્વ અંતની નજીક હોય એમ લાગ્યું. પણ એને ઝંડાધારીની ખોટ ન પડી. રાજાજીએ નવો રાજકીય પક્ષ સ્થાપ્યો. દર અઠવાડિયે અર્થસભર, વેધક વિચાર અને શબ્દો એમના મગજમાંથી વરસતા. ‘સ્વરાજ્ય’માં એમનાં લખાણો અને વિવિધ રાજ્યોમાં એમનાં ભાષણોએ ભય અને નિરાશા નિવારવાનું કામ કર્યું

શક્તિશાળી નોકરશાહીએ રૂંધી નાખેલા અને રુશવતખોરી ચારે બાજુ પ્રસરે લી એવે સમયે એંશી વર્ષનો આ સુકલકડી વૃદ્ધ માણસ રાષ્ટ્રીય ચિત્રના કેન્દ્રમાં ફરી એકવાર આવ્યો અને સાચી સ્વતંત્રતાના ટેકામાં એણે ઝુંબેશ ચલાવી. સંસ્કૃતિ અને ધર્મ, મૂલ્યો અને સુઘડતાનું જૂ નું વિશ્વ અંતની નજીક હોય એમ લાગ્યું. પણ એને ઝંડાધારીની ખોટ ન પડી. રાજાજીએ નવો રાજકીય પક્ષ સ્થાપ્યો. દર અઠવાડિયે અર્થસભર, વેધક વિચાર અને શબ્દો એમના મગજમાંથી વરસતા. ‘સ્વરાજ્ય’માં એમનાં લખાણો અને વિવિધ રાજ્યોમાં …અચળ, અક્ષુબ્ધ, નિર્ભ્રષ્ટ, નિર્ભીક, એણે વફાદારી, પ્રેમ, ખંત જાળવ્યાં; સંખ્યાએ કે દેખાદેખીએ એની ઉપર અસર ન કરી સત્યના માર્ગેથી ખસવાની કે સ્થિર વિચાર બદલવાની. 

…પાયાના સિદ્ધાંતો બાબત એકમતી હોય ત્યારે જ લોકો સાથે મળીને કામ કરે છે અને એ સિદ્ધાંતોમાંથી નિષ્પન્ન થતાં અનુમાનો પણ હમેશાં તે સિદ્ધાંતોને મળતાં જ હોય છે. અને કોઈ વાર તેઓ જુદા નિર્ણય પર આવે તો વખતસર પોતાની ભૂલ કબૂલ કરી લેવાથી તેમની મિત્રાચારી અને તેમનો સમાન ઉદ્દેશ જ ેમનાં તેમ જળવાઈ રહે છે. … [સી. રાજગોપાલાચારીને ગાંધીજીએ લખેલા પત્રનો અંશ] 408

[ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


વ્યાયામ અને પ્રાણાયામ1 વી. પી. ગિદવાણી વ્યાયામના લાભ આમ તો ક્યારે ય જણાવવાના ન હોય. વ્યાયામ કરીએ એટલે શરીર દુરસ્ત રહે તે જાતઅનુભવે કોઈ પણ અનુભવી શકે. સ્વસ્થ રહે વા માટે વ્યાયામ હાથવગી જડીબુટ્ટી છે અને તે માટે વ્યક્તિએ જાતે જ મેદાનમાં ઊતરવું પડે છે. બસ, મેદાનમાં ઊતરવાની વાત આવે ત્યારે ભલભલાની ગાડી પાટા પરથી ઊતરી જાય છે. એટલે જ સમયાંતરે વ્યાયામ અંગેના ફાયદા અંગે જાણવાનું રહે છે. વિશેષ કરીને શિયાળામાં. વ્યાયામનો કોઈ એક ઋતુ સાથે સંબંધ ન હોવા છતાં, જાણે-અજાણે ફૂલગુલાબી ઠંડીમાં વ્યાયામ કરનારા લોકોનો ધસારો જોવા મળે છે. વ્યાયામ શિયાળાના ૧૯૨૪ • ૧૯૮૯ થોડા મહિના માટે નથી, બલકે પૂરા વર્ષ અને જીવન માટે છે. તેની માહિતી નિસર્ગોપચારક વી. પી. ગિદવાણીએ સરસ રીતે નિસર્ગોપચાર દ્વારા રોગમુક્તિ પુસ્તકમાં પીરસી છે, તેમાંથી એક પ્રકરણ.

વ્યાયામ વિષદ્રવ્ય1દૂર કરવા માટેની એક પ્રક્રિયા ૹ દૂર થઈ જશે. ગંદકી (વિષદ્રવ્ય) એટલે રોગ અને વ્યાયામ એટલે શરીરની માંસપેશીઓને ખેલકૂ દ, કામ વગેરેથી પ્રવૃત્તિમય બનાવવી. શરીરનાં જ ે અંગોને ઉપયોગમાં લેવામાં આવતાં નથી તે અંગો કમજોર થઈ જાય છે. આ વાત બધા જાણે છે. ડાબોડી માણસનો ડાબો હાથ જમણા હાથ કરતાં વધુ શક્તિશાળી હોય છે, કેમ કે તે ડાબા હાથનો વધુ ઉપયોગ કરતો હોય છે. જ્યારે એ સિવાયના માણસોનો જમણો હાથ શક્તિશાળી હોય છે. શરીરના પ્રત્યેક અંગને પરિશ્રમ કરવો પડે તો પ્રત્યેક અંગમાં લોહીનું ભ્રમણ ઘણી સારી રીતે થશે. લોહીના ભ્રમણથી દરે ક અંગને સારી રીતે પોષણ મળી રહે શે અને એ અંગમાં જમા થયેલાં વિષદ્રવ્ય

1. મૂળ શીર્ષક : વ્યાયામ, પ્રાણાયામ, સૂર્યસ્નાન, નિદ્રા

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

ગંદકી દૂર થાય એટલે તંદુરસ્તી મળે. પેશીઓ કામ કરતી રહે એટલે તે સ્વસ્થ હાલતમાં રહે . એવી સામાન્ય માન્યતા છે કે, આપણે વ્યાયામ કરીશું એટલે આખા શરીરમાં લોહીનું ભ્રમણ થશે અને એને લીધે વિષદ્રવ્ય શરીરમાંથી બહાર નીકળી જશે અને આપણને તંદુરસ્તી મળશે. આમ ફક્ત વ્યાયામથી બધા રોગોમાંથી મુક્તિ મેળવી શકાશે અને અન્ય કોઈ બાબત ઉપર ધ્યાન રાખવાની જરૂર રહે શે નહીં. આના અનુસંધાનમાં એવી વાતો પણ પ્રચલિત થયેલી છે કે પશ્ચિમોત્તાનાસનથી બધા રોગોમાં લાભ થાય છે અને એમાંયે ખાસ કરીને આંતરડાંના રોગોમાં વિશેષ. વળી શીર્ષાસનથી આંખોના રોગ દૂર થાય છે — વગેરે વગેરે. અહીં એ બાબત યાદ રાખવી જરૂરી છે કે, લોહીનું ભ્રમણ વિષદ્રવ્ય દૂર કરે છે તેની સાથે સાથે લોહી શરીરનાં બધાં અંગોને ખોરાક પણ પહોંચાડતું હોય છે. જો આ ખોરાક દૂષિત હશે તો પેશીઓ અસ્વસ્થ બનશે. જો લોહીમાં ક્ષારો ઓછા હશે તો આ લોહી ચયાપચયની ક્રિયાથી 409


ઉત્પન્ન થયેલ ઍસિડને નિષ્ક્રિય કરી શકશે નહીં અને આ રીતે સક્રિય ઍસિડ સારું એવું નુકસાન કરી શકે છે. આથી લોહીની સ્થિતિ શુદ્ધ સ્વરૂપની (જ ે શુદ્ધ આહાર, કયા આહાર સાથે કયો આહાર લઈ શકાય એ અંગન ે ા નિયમોનું પાલન, સ્વાસ્થ્યસંબધ ં ી નિયમોનું પાલન વગેરે પર આધાર રાખે છે) નહીં હોય તો ફક્ત વ્યાયામથી કશું નહીં થાય. લોહી શુદ્ધ સ્વરૂપમાં હશે તો વ્યાયામ ઘણો બધો મદદરૂપ બની શકશે. શુદ્ધ લોહી જો પુષ્કળ માત્રામાં બધાં અંગોને નહીં પહોંચે તો આ અંગો કમજોર બનશે. વ્યાયામ બધાં અંગોમાં પુષ્કળ માત્રામાં શુદ્ધ લોહી પહોંચાડશે અને આથી અંગો મજબૂત બનશે. વ્યાયામ સર્વ અંગો માટે સ્વાસ્થ્યપ્રદ ૹ વ્યાયામથી ફે ફસાં, હૃદય, ધમનીઓ, યકૃ ત, મૂત્રપિંડ, ચામડી, જઠર, આંતરડાં, ગ્રંથિઓ વગેરે તથા મગજ અને જ્ઞાનતંતુઓ એ બધાં પોતાની કામગીરી ઝડપથી કરવા માંડશે અને તેનું બંધારણ સુદૃઢ બનશે. જો કોઈ માંસપેશી કદમાં નાની હોય તો એને નિયમિત વ્યાયામ આપવાથી તથા પૂરતો આરામ આપવાથી તે પોતાનું સ્વાભાવિક કદ પ્રાપ્ત કરી લે છે. જો તેવું કદ સ્વાભાવિક હોય તો વ્યાયામ અને આરામથી તેના બંધારણમાં સુધારો થશે. વ્યાયામથી ઐચ્છિક માંસપેશીઓના બંધારણમાં સુધારો થાય છે એટલું જ નહીં, શરીરની બધી જ પેશીઓમાં સુધારો થાય છે. હાડકાંનાં કદ, શક્તિ અને બંધારણમાં પણ વ્યાયામના પ્રમાણ અને રીત પ્રમાણે સુધારો થશે. છાતીનો વિકાસ, પાચન તથા આત્મસાત્ કરવાની શક્તિ, હૃદયની શક્તિ, મળોત્સર્ગની કાર્યક્ષમતા એ બધું શારીરિક વ્યાયામ ઉપર આધાર રાખે છે. વ્યાયામથી રક્તવાહિનીઓ શક્તિશાળી બને છે, લોહી તથા લસિકાનું ભ્રમણ સુધરે છે, શ્વાસોચ્છ્વાસ ઊંડા થતા જાય છે તથા ફે ફસાંની હવા સમાવવાની જગ્યામાં વધારો થાય છે. 410

ઐચ્છિક માંસપેશીઓના વ્યાયામનો પ્રભાવ બિનઐચ્છિક માંસપેશીઓ ઉપર પડે છે. તે પણ હવે વધુ સારી રીતે કામ કરતી થઈ જાય છે. શારીરિક શ્રમ કરનારાઓને વધુ વ્યાયામની જરૂર હોતી નથી. બુદ્ધિજીવીઓ માટે વ્યાયામ ખાસ જરૂરી છે. લોહી શુદ્ધ હોય પણ કોઈ ખાસ અંગ સુધી ઓછુ ં પહોંચે તો તે અંગને આહાર ઓછો મળશે અને ત્યાં વિષદ્રવ્ય એકત્ર થશે; આને પરિણામે તે અસ્વસ્થ બનશે. આથી બુદ્ધિજીવીઓએ નિયમિતરૂપે એવો વ્યાયામ કરવો જોઈએ, જ ેથી શરીરનાં આંતરિક અને બાહ્ય એમ બધાં અંગોને વ્યાયામ મળે. વ્યાયામના અભાવે અંગોની વિકૃ તિ ૹ જો કોઈ માણસના હાથ બાંધી દેવામાં આવે કે ચાલવાનું બંધ કરી દેવામાં આવે તો તેના હાથપગની માંસપેશીઓ એટલી કમજોર થઈ જશે કે તે નકામા જ ેવી થઈ જશે. પરં તુ જો આપણે તેમને ચલાવવાનો ફરી પ્રયાસ કરીએ તો તે અંગો ફરીથી સક્રિય થઈ જશે. આથી બુદ્ધિજીવીઓ માટે સર્વ અંગોને વ્યાયામ જરૂરી છે જ. જ્યારે શારીરિક શ્રમ કરનારાઓનાં જ ે અંગોને વ્યાયામ નથી મળતો તે અંગોને વ્યાયામ આપવો જોઈએ. વ્યાયામ તંદુરસ્ત જીવન માટે જરૂરી છે અને દરે ક વ્યક્તિએ નિયમિત વ્યાયામ કરવો જોઈએ. ઝડપી તથા ગતિ પામેલા લોહીના ભ્રમણથી શરીરનાં અંગોને આહાર પુષ્કળ માત્રામાં મળે છે અને વિષદ્રવ્ય જલદીથી દૂર કરી શકાય છે. ચયાપચયની ક્રિયા વધે છે અને પેશીઓની રચના સુધરે છે. શરીરમાં લોહીનું ભ્રમણ ઝડપી બનાવવા માટે વ્યાયામ સિવાય બીજો કોઈ રસ્તો નથી. જો કોઈ માંસપેશી લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે તો તેના તંતુ ચરબીમાં રૂપાંતર પામે છે; એટલે કે, માંસપેશી નરમ, ઢીલાં અને વધુ કમજોર થઈ જાય છે. જ ે લોકો શારીરિક શ્રમ કે વ્યાયામ કરતા નથી, તેઓના સમગ્ર શરીરની સ્થિતિ ઉપર પ્રમાણે થઈ [ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


જાય છે. માંસપેશીઓનાં બનેલાં મહત્ત્વનાં અંગ ઢીલાં અને કમજોર થઈ જાય છે. યકૃ ત તેની કામગીરીમાં ઢીલું બની જાય છે, નાનાંમોટાં આંતરડાં ખોરાકને આગળ ધકેલવામાં ઢીલાં પડી જાય છે. હૃદયની ક્રિયા મંદ પડી જાય છે. જીવનની બધી પ્રક્રિયાઓ ઢીલી પડી જાય છે. મગજ અને શરીરની વૃદ્ધિ, વિકાસ અને બળપ્રાપ્તિ પણ વ્યાયામથી જ થાય છે. જીવનયાત્રા માટે આપણને જ ેમ વાયુની જરૂર છે તે જ પ્રમાણે વ્યાયામની પણ જરૂર છે. કુ દરતમાં બધાં પ્રાણીઓને પોતાનો દૈનિક આહાર મેળવવા શારીરિક પરિશ્રમ કરવો જ પડે છે. મનુષ્યને પણ કરવો પડતો હતો, પરં તુ કહે વાતી સુધરે લી જીવનસરણી, ઔદ્યોગિક ક્રાંતિ અને આર્થિક શોષણખોરીને કારણે કેટલાક માણસોનો શારીરિક પરિશ્રમ બિલકુ લ ઓછો થઈ ગયો છે જ્યારે કેટલાકનો શ્રમ મર્યાદા કરતાં વધી ગયો છે. આમ બંનેને નુકસાન થઈ રહ્યું છે. બધાં અંગોને વ્યાયામ મળે એવો વ્યાયામ કયો છે? ચાલવું, દોડવું, ખેલકૂ દ, દંડબેઠક, અંગકસરત, યોગાસન વગેરે બધી જ સારી કસરત છે. તેનાથી સમગ્ર શરીરનાં અંગોને વ્યાયામ મળે છે. કેટલાક લોકો એવું માને છે કે, ખાસ પ્રકારનાં યોગાસનોથી જ અમુક ખાસ અંગોને વ્યાયામ મળે છે. આ અંગોને અન્ય વ્યાયામથી કસરત મળતી નથી એવું નથી. થકવી નાખનાર વ્યાયામ હાનિકારક ૹ કામ કરતી વેળા કોઈ માંસપેશીનો જ્યારે વધુ સંકોચ થાય છે ત્યારે ત્યાં લોહી વધુ પ્રમાણમાં અને લાંબા સમય સુધી પહોંચે છે. એનો અર્થ એવો થયો કે જ ે માંસપેશી પાસે વધુ જોરદાર કામ લેવામાં આવે છે તેને વધુ ખોરાક મળે છે. આવો સંકોચ પ્રબળ હોય તે વધુ મહત્ત્વનું છે. સંકોચ વારં વાર થાય તે જરૂરી નથી. માંસપેશીનો વારં વાર સંકોચ થાય તો તે માંસપેશી થાકશે, વિકસશે નહીં. જો માંસપેશીઓને થકવવામાં नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

નહીં આવે તો તે જલદીથી વિકાસ પામશે. આથી મહત્ત્વનો સિદ્ધાંત એ છે કે વધુ સંખ્યામાં પણ ઓછા બળથી કરે લા સંકોચ માંસપેશીઓને થકવી દેશે અને તેનાથી તેનો કોઈ વિકાસ થશે નહીં, જ્યારે ઓછી સંખ્યામાં પણ વધુ બળથી કરે લા સંકોચ માંસપેશીઓમાં થાક પેદા નહીં કરે પણ વધુ વિકાસ કરશે. અહીં એટલી વાત વધુ ધ્યાનમાં રાખવા જ ેવી છે કે, માંસપેશીઓની વૃદ્ધિ કામ કરતી વખતે થતી નથી પરં તુ આરામ કરતી વખતે થાય છે. જો વ્યાયામ વધુ પ્રમાણમાં કરવામાં આવે અને આરામ લેવામાં ન આવે તો માંસપેશીઓનો હ્રાસ થશે; એટલે કે, શક્તિ વધુ વપરાશે અને મળતર ઓછુ ં થશે. પરિણામે વિકાસને બદલે હ્રાસ થશે. વિકાસ માટે કામ શક્તિ પ્રમાણે કરવું જરૂરી છે અને કામ પછી પૂરતા પ્રમાણમાં આરામ લેવો જોઈએ, જ ેથી પેશીઓનું સમારકામ પૂરું થઈ શકે, શક્તિ મળે અને વિકાસ થાય. આ સામાન્ય સિદ્ધાંતો જોતાં વ્યાયામ કરનાર વ્યક્તિની શારીરિક સ્થિતિનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ઉપરની વાતો નજર સામે રાખી કમજોર રોગી માટે તો શક્તિ અનુસાર ફક્ત ચાલવું, ફરવું જ પૂરતો વ્યાયામ બની રહે છે. ફરવાનું ખાસ કરીને વહે લી સવારે સ્વચ્છ વાતાવરણમાં, જ્યાં કારખાનાં વગેરે ન હોય અને શુદ્ધ હવા મળી શકે ત્યાં રાખવું જોઈએ. વ્યાયામ પછી આરામ જરૂરી ૹ રોગીએ ખાસ ધ્યાન તો એ બાબતનું રાખવાનું છે કે, વ્યાયામ પણ વધુ પડતો થવો ન જોઈએ. એક સામાન્ય કહે વત છે કે “પહે લવાનનાં ઘૂંટણ ચાળીસ વર્ષની ઉંમરમાં જ તૂટી જાય છે.” આમ બનવાનું મૂળ કારણ વધુ પડતો વ્યાયામ હોય છે. આ પહે લવાનો દંડબેઠક હજારોની સંખ્યામાં કરે છે. કલાકો સુધી વ્યાયામ કરતા હોય છે. વ્યાયામ કરવાથી પેશીઓના અસંખ્ય કોષ તૂટ ે છે. આ મરે લા કોષ તુરત જ દૂર થવા 411


જોઈએ. સતત વ્યાયામ કરતા રહીશું તો કોષો પણ સતત તૂટતા રહે વાના. આ તૂટી પડેલા અને મરે લા કોષ દૂર કરવાનું કાર્ય બરાબર પૂરું થશે નહીં. વ્યાયામ કર્યા બાદ જો શરીરને થોડો સમય સંપૂર્ણ આરામ આપવામાં આવે તો આ કામ બરાબર થઈ શકે. આથી વ્યાયામ કર્યા બાદ પૂરો આરામ પણ જરૂરી છે. કોઈ પણ વ્યાયામ જલદી જલદી કરવામાં આવે તો તેનાથી પૂરો લાભ થતો નથી પણ જો તે ધીરે ધીરે કરવામાં આવે તો પૂરો લાભ થાય છે, ખાસ કરીને યોગાસનોમાં. દા૰ત૰, હલાસનમાં જલદીથી બંને પગને ઉઠાવી માથા તરફ વાળવામાં આવે તો સહે લાઈથી એમ થશે, અને માંસપેશીઓ ઉપર ખાસ

ખેંચાણ નહીં આવે; પણ જો આ આસન ધીમે ધીમે કરવામાં આવે, આસન પૂરું કરવામાં ચારપાંચ મિનિટ લાગે અને જ ે ગતિથી પગને વાળવામાં આવે એ ગતિથી જ પગને પાછા સીધા કરવામાં આવે તો જણાશે કે માંસપેશીઓને પૂરું ખેંચાણ મળ્યું છે. શરીરની અંદરની અને બહારની બધી પેશીઓને સારો વ્યાયામ મળે છે. આથી આવો વ્યાયામ ધીરે થી કરવાથી વધુ લાભ થાય છે. અધિક પુનરાવૃત્તિ ન કરતાં પૂરા ખેંચાણ સાથે વ્યાયામ કરવામાં આવે તો આવા વ્યાયામથી ઉપરોક્ત બધા લાભ મળશે. લોહીને શુદ્ધ કરી જો વ્યાયામ યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો શરીર ખીલી ઊઠશે.

પ્રાણાયામ જોઈએ જ ેથી એનો કોઈ પણ ભાગ કમજોર અને રોગી ન બને તેમજ પ્રાણવાયુ ગ્રહણ કરવાની અને અંગારવાયુ બહાર કાઢવાની ક્રિયા સારી રીતે થતી રહે . આ હે તુ સિદ્ધ કરવા માટે ખાલી પેટ ે દિવસમાં એક-બેવાર આપણે દસપંદર મિનિટ સુધી ઊંડા શ્વાસ અને ઉચ્છ્વાસની કામગીરી કરવી જોઈએ; એટલે કે, એક મિનિટમાં લેવાતા શ્વાસોચ્છ્વાસોની સંખ્યા ધીમે ધીમે ઘટાડવી જોઈએ. અહીં એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વધુ પડતી કામગીરી ન થવી જોઈએ. ઊંડા શ્વાસોચ્છ્વાસ લેવાથી થાક લાગવો ન જોઈએ. શ્વાસઉચ્છ્વાસ લેવા કાઢવાનો સમય ધીમે ધીમે વધારવો જોઈએ. અષ્ટાંગયોગમાં પ્રાણાયામ ચોથું અંગ કહે વાય છે. તેમાં શરીરશુદ્ધિ કરવા ઉપરાંત પ્રાણાયામ દ્વારા ચિત્તની કામગીરી ઉપર નિયમન કરવાનો હે તુ પણ હોય છે. તે માટે મુશ્કેલ પ્રક્રિયાઓ કરાવવામાં આવે છે. અહીં એનો આપણને બહુ ઉપયોગ નથી.

શ્વાસ લેવાને કારણે વાતાવરણમાંથી (Oxygen) પ્રાણવાયુયુક્ત હવા ફે ફસાંમાં જાય છે, અને ફે ફસાંના વાયુકોષોમાં ચળાઈને લોહીમાં ભળી આખા શરીરમાં પહોંચે છે. શરીરની જુ દી જુ દી પેશીઓમાં પ્રાણવાયુ દ્વારા દહનક્રિયાથી શક્તિ પેદા થાય છે અને કાર્બન ડાયૉક્સાઇડ (અંગારવાયુ) ઉત્પન્ન થાય છે. અંગારવાયુ એ ઝેરી પદાર્થ છે અને તે શરીરની બહાર નીકળતો રહે વો જોઈએ. તે લોહી દ્વારા ફે ફસાંમાં પહોંચે છે અને રક્તવાહિનીઓમાંથી ચળાઈને શ્વાસ દ્વારા ફે ફસાંમાં આવેલી હવા સાથે ભળી જાય છે. અંગારવાયુયુક્ત આ હવા ઉચ્છ્વાસ દ્વારા શરીરની બહાર ફેં કવામાં આવે છે. સામાન્ય રીતે એક મિનિટમાં સત્તર વાર શ્વાસોચ્છ્વાસની ક્રિયા થાય છે. તેમાં ફે ફસાંનો થોડો ભાગ કામમાં લેવાય છે. જ ે ભાગ ઉપયોગમાં ન આવે તે કમજોર બને અને તે રોગિષ્ઠ થવાની સંભાવના પણ ઊભી થાય છે. આથી આપણાં સંપૂર્ણ ફે ફસાં કામમાં લેવાય એવો આપણો પ્રયાસ રહે વો 

412

[ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહેલાં ચંદુલાલ ભગુભાઈ દલાલ જાહે ર જીવનમાં પ્રવેશ્યા બાદ જ્યારે બીમારી કે અન્ય કોઈ કારણસર શરીર કામ ન આપે ત્યારે તેની પીડા પ્રજાસેવક કેવી અનુભવે છે, તે વિશેની અભિવ્યક્તિ ગાંધીજીએ આ ગાળામાં લખેલા પત્રોમાં જોવા મળે છે. જીવન દરમિયાન પ્રથમ વાર આવેલી આ લાંબી બીમારીમાં ગાંધીજી પત્રો દ્વારા સૌ માટે ઉપલબ્ધ રહ્યા છે. માટે જ જ્યારે हिन्दुस्तान નામના ગુજરાતી દૈનિકમાં એક લેખક પત્ર દ્વારા મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ યોજના સંબંધે તેમને પ્રશ્નો પૂછ ે છે, ત્યારે ગાંધીજી ટૂ કં ાણમાં પણ તેના જવાબ આપવાનું ચૂકતા નથી. અગાઉના બે મહિનાની જ ેમ આ મહિનામાંય ગાંધીજીના પત્રો-તારની સંખ્યા પાંચથી વધતી નથી. જોકે આ મહિને ગાંધીજીની તબિયત સુધારા પર છે અને તેની જાણકારી એસ્થર ફે રિંગ(દક્ષિણ ભારતમાં આવેલી ‘ડેનિશ મિશનરી સોસાયટી’નાં એક મહિલા કર્મચારી)ને લખેલા પત્રમાં વાંચવા મળે છે. છેલ્લા ઘણા સમયથી પોતાની તબિયતમાં રહે તી ચડઊતરને અનુલક્ષીને તેઓ ફે રિંગને લખે છે કે, “આવો સુધારો એકાદ પખવાડિયું ટકે નહીં ત્યાં સુધી એના પર ભરોસો મૂકી શકાય નહીં.”

ડિસેમ્બર, ૧૯૧૮ ૧ અમદાવાદ : થી નીકળ્યા. ૨થી ૧૨ માથેરાન : ઉતારો શેઠ અંબાલાલના ‘બોમ્બે વ્યુ’માં.

૧૩ માથેરાન: થી નીકળ્યા. ૧૪થી ૩૧ મુંબઈ. 

ગત અંકના સુધારા ગંભીરસિંહ ગોહિલના લેખ ‘મો. ક. ગાંધી અને ભાવનગરની શામળદાસ કૉલેજ’માં બાર્ટન લાઇબ્રેરીની જ ે તસવીર છપાઈ છે, તે ખરે ખર બાર્ટન લાઇબ્રેરીનું હાલનું બીજુ ં મકાન છે. આ તસવીર શરતચૂકથી છપાઈ છે. ગાંધીજી આ મકાનમાં ભણ્યા ન હતા. ૧૮૮૨માં બાર્ટન લાઇબ્રેરીનું જ ે મકાન બંધાયું તેની તસવીર ઉપર આપવામાં આવી છે. આ મકાનમાં ૧૮૮૫માં શામળદાસ કોલેજ શરૂ થઈ હતી અને તેમાં ૧૮૮૮માં મોહનદાસ ગાંધી ભણ્યા હતા. હાલ આ મકાન માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલનો જૂ નો ભાગ છે.

नवजीवन નો અક્ષરદેહ [ ડિસેમ્બર ૨૦૧૮]

ચિત્તરં જન વોરાના લેખ ‘ગાંધીજીના ગુરુ કોણ?’માં પાનાં નં. 360 પર બીજી કોલમના પ્રારં ભની વિગત નીચે પ્રમાણે વાંચવી :

આત્મભોગ માટે મહાત્મા ગાંધીએ ભારતીય સમાજના વંચિત-ગરીબને નહીં પણ ધનિક વ્યાપારી, વકીલ વ્યાવસાયિક અને રાજાઓ તથા રાજવી નબીરાઓને નેતાગીરી લેવાની ફરજ પાડી હતી.

413


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત

વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

414

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

[ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


આવરણ – ૪થી ચાલુ …

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા જાન્યુઆરી, ૨૦૧૮ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે.

શ્રી સુશ્રી ભારતીબહે ન દી. ભટ્ટ, હિસાબ વિભાગ, • જ. તા.  ૦૩ – ૦૧ – ૧૯૬૦

૪૧૫

શ્રી સોમનાથ ર. જોષી, બાઈન્ડિંગ વિભાગ,

•  ૧૮ – ૦૧ – ’૬૦

શ્રી અશોકભાઈ ર. દાતણિયા, બાઈન્ડિગ વિભાગ,

•  ૨૭ – ૦૧ – ’૫૯

શ્રી રાજેન્દ્રભાઈ રા. મૌર્ય, બાઈન્ડિગ કાર્યાલય,

•  ૨૫ – ૦૧ – ’૬૬

શ્રી શંકરજી દો. ઠાકોર, બાઇન્ડિંગ વિભાગ,

•  ૨૮ – ૦૧ – ’૬૫

શ્રી કાનજીભાઈ શા. પરમાર, બાઈન્ડિગ વિભાગ,

•  ૨૫ – ૦૧ – ’૬૦

શ્રી શશિકાંત ભા. ભાવસાર, ઑફસેટ વિભાગ,

•  ૩૦ – ૦૧ – ’૫૯


નિરકુંશ વિચારનો અતિરેક …

અનુસંધાન આવરણ - ૩

૪૧૬


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.