Navajivanno Akshardeh October November 2018

Page 1

વર્ષૹ ૦૬ અંકૹ ૧૦-૧૧ સળંગ અંકૹ ૬૬-૬૭ • ઑક્ટો.–નવેમ્બર ૨૦૧૮

છૂ ટક કિંમત ઃ _ ૩૦

મારું માહાત્મ્ય મિથ્યા ઉચ્ચાર છે. તે પદ તો મારી બાહ્યપ્રવૃત્તિને — મારા રાજપ્રકરણને — આભારી છે. તે ક્ષણિક છે. મારો સત્યનો, અહિંસાનો, બ્રહ્મચર્યાદિનો આગ્રહ એ જ મારું અવિભાજ્ય ને કીમતીમાં કીમતી અંગ છે. તેમાનું જ ે કંઈ મને ઈશ્વરદત્ત થયું છે તેની ભૂલ્યેચૂક્યે પણ કોઈ અવગણના ન કરો. તેમાં મારું સર્વસ્વ છે. તેમાં રહે લી નિષ્ફળતા પણ સફળતાનાં પગથિયાં છે. તેથી નિષ્ફળતાઓ પણ મને પ્રિય છે. તા. ૧૪ ફે બ્રુઆરી ૧૯૨૬ ગાંધીજીનો અક્ષરદેહ : ૩૦


વર્ષૹ ૦૬ અંકૹ ૧૦-૧૧ સળંગ અંકૹ ૬૬-૬૭ • ઑક્ટો.–નવેમ્બર ૨૦૧૮ છૂ ટક કિંમત ઃ _ ૩૦

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર આવરણ ૧ તસવીર : प्याराबापू સામયિક [૩૦ જાન્યુ., ૧૯૫૨] આવરણ ૪ ગાંધીજી અને જગદ્વ્યાપી કટોકટી [હરિજનબંધુ ૨૯-૦૧-૧૯૫૫] વાર્ષિક લવાtજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

 ગાંધી સાર્ધશતાબ્દી ટાણે અને નવજીવન શતાબ્દીના પ્રારં ભે . . . . . . . . . .. . .૩૦૭ ૧. ગાંધી : આજ ે અને અબઘડી. . . . . . . . . . . . . . . . . . . .પ્રકાશ ન. શાહ. . . ૩૦૮ ૨. નિરાશામાં રહે લી અમર આશા. . . . . . . . . . . . . . . . . સિદ્ધાર્થ ન. ભટ્ટ. . . ૩૧૫ ૩. ગાંધીવિચારો આજ ે કેટલા પ્રસ્તુત?. . . . . . . . . . . . . . . . . ચંદુ મહે રિયા. . . ૩૨૨ ૪. ગાંધી અને એમના વિચારો શા માટે અમર છે?. . . . . . . . . કુ માર પ્રશાંત. . . ૩૨૯ ૫. ગાંધી : વીર અહિં સાવાળો . . . . . . . . . . . . . . . . . . . . . દીપક સોલિયા. . . ૩૩૨ ૬. પ્રવાસી ગાંધી. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . બકુ લ ટેલર. . . ૩૩૪ ૭. હિં દ સ્વરાજ : કૃ તિવિશેષ અને ભાષા . . . . . . . . . . શરીફા વીજળીવાળા. . . ૩૩૮ ૮. ગાંધીના હિં દ સ્વરાજ માં ગ્રામચેતના. . . . . . . . . . . . . .ડૉ. અશ્વિનકુ માર. . . ૩૪૫ ૯. ગાંધીજીના જીવનનો સંભવત: છેલ્લો સત્તાવાર ઇન્ટરવ્યૂ. . . ઉર્વીશ કોઠારી. . . ૩૫૦ ૧૦. અર્થતંત્રમાં ગાંધીછાપનું મહત્ત્વ છે, ગાંધીની છાપ નથી!. . . . કાર્તિકેય ભટ્ટ. . . ૩૫૩ ૧૧. ગાંધીજીના ગુરુ કોણ?. . . . . . . . . . . . . . . . . . . . . . . ચિત્તરં જન વોરા. . . ૩૫૮ ૧૨. ગાંધીજીના ઉપવાસ : શસ્ત્ર અને શાસ્ત્ર. . . . . . . . . . મણિલાલ એમ. પટેલ. . . ૩૬૨ ૧૩. મો. ક. ગાંધી અને ભાવનગરની શામળદાસ કૉલેજ . . ગંભીરસિંહ ગોહિલ. . . ૩૬૫ ૧૪. બા મારું શુભતર અર્ધાંગ હતી : ગાંધીજી . . . . . . . . . . . . સોનલ પરીખ. . . ૩૬૮ ૧૫. વ્યંગ્યચિત્રોમાં ગાંધી : રાજઘાટ પર ગાંધી. . . . . . . . . . . . બીરે ન કોઠારી. . . ૩૭૧ ૧૬. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૩૭૫  નવજીવનનાં નવાં પ્રકાશનો. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . . ૩૭૬  ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… . . . . . . . . . . . .. . .૩૭૮

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૩૦૬


ગાંધી સાર્ધશતાબ્દી ટાણે અને નવજીવન શતાબ્દીના પ્રારંભે... સમયના વહે ણ સાથે આપણે જ્યારે ગાંધીજીની દોઢસોમી જન્મજયંતીએ આવીને ઊભા છીએ

ત્યારે સ્વાભાવિક છે કે રૂઢિ મુજબ તેની ઉજવણી થાય; અને ગાંધીજીને વરસમાં બે દા‘ડા યાદ કરવાનો જ ે સામૂહિક ઉપક્રમ હતો, તેના અવેજમાં ગાંધી પૂરા વર્ષ સ્મૃતિપટ પર રહે તેવા કાર્યક્રમો થઈ રહ્યા છે. પણ ખરા અર્થમાં ગાંધીજીની દોઢસોમી જન્મજયંતીની ઉજવણી આ રીતે પૂર્ણ થતી નથી અને ગાંધીજીના ખ્યાલે તો હિં દુસ્તાન જ ેવાં દેશમાં જ ે ઊજવણી થાય તે તો આમવર્ગની ઉન્નતિની હોવી જોઈએ; અંતિમજનને અગ્રજનમાં લાવવા સતત પ્રયાસની હોવી જોઈએ. આ પ્રયાસ આદરીએ તો જ ગાંધીજીના વિચારોના આચાર-અમલ નજદીક પહોંચીએ. બેશક, આ આચાર-અમલ વ્યક્તિગત ધોરણે તો થાય, પણ સાથે સાથે સામાજિક, રાજકીય, આર્થિક અને ગાંધીજીએ જ ે-જ ે ક્ષેત્રમાં ખેડાણ કર્યું તે તમામ ક્ષેત્રમાં થવું જોઈએ. આ કાર્ય સરળ નથી, ગાંધીજી માટેય નહોતું. પણ સારા, સ્વસ્થ અને કાબેલ સમાજનું નિર્માણ આ ધોરણે જ થઈ શકે છે તે પુરવાર થઈ ચૂક્યું છે. ગાંધીજીએ કહ્યું છે તેમ, “અહિં સક સ્વરાજ એક શુભ ચોઘડિયે આભમાંથી એકાએક ટપકી પડવાનું નથી. પણ સૌની ભેગી જાતમહે નતથી એકેએક ઈંટને બરાબર ગોઠવતા જઈશું તો તેનું ચણતર થવાનું છે.” ‘પ્રજાકીય પુરુષાર્થની અપેક્ષા’ વિના આ સંભવી ન શકે; અને જો તેમના આ વ્યવહારુ આદર્શવાદને સામે રાખીને, પ્રયાસ થાય તો ‘ધરતી પર સ્વર્ગ ઊતરે તે નક્કી.’ ગાંધી સાર્ધશતાબ્દીની ખરી ઉજવણી ગાંધીજીના આ જ વિચારોને વ્યાપકપણે સમજવા-માણવા અને જાણવામાં રહે લી છે. આ દિશામાં ડગ માંડતા વિવિધ ક્ષેત્રે ગાંધીવિચારની પ્રસ્તુતતાને સમજવાનો પ્રયાસ આ અંક થકી કર્યો છે. જ ેના ભાગરૂપે ગાંધીજીના વિચારોની ગહનતાથી લઈને તેનાં કેટલાંક સૈદ્ધાંતિક અને વ્યાવહારિક પાસાંની આ વિશેષાંકમાં લેખકોએ ચર્ચા કરી છે. કેટલાક લેખ તેમનું શાશ્વત મૂલ્ય સમજીને પુનઃપ્રકાશિત કરવામાં આવ્યા છે. ગાંધીજીને યાદ કરીએ ત્યારે તેમની આસપાસ રહે લા તારકમંડળેય સ્મૃતિ પર દસ્તક દે; વિશેષ કરીને તેમના સહધર્મચારિણી કસ્તૂરબા, જ ેમનું પણ આ સાર્ધશતાબ્દી વર્ષ છે. જ ે અંતર્ગત કસ્તૂરબા અને ગાંધીજીના દાંપત્ય જીવનની ઝલક પણ આ સાથે આપી છે. આશા છે ગાંધી સાર્ધશતાબ્દીના અવસરે આ વાચન વધુ સમૃદ્ધિ બક્ષસે. ગાંધીજીની સાર્ધશતાબ્દી સાથે જ ‘નવજીવન’ની શતાબ્દીનો પણ પ્રારં ભ થયો છે. ‘નવજીવન’ તેના સ્થાપના કાળથી ગાંધીસાહિત્યનો સંનિષ્ઠતાથી પ્રચાર-પ્રસાર કરતું આવ્યું છે, પણ સાથે હવે ‘નવજીવન’ પ્રકાશન પ્રવૃત્તિ ઉપરાંત ગાંધીજીના વિચાર સીધા જ આમજનને સ્પર્શે તે રીતે પણ કાર્યક્રમો ઘડ્યા છે. ‘નવજીવન’ દ્વારા નવીન દિશામાં થઈ રહે લા આ વિવિધ કાર્યક્રમોની ઝલક અને ‘નવજીવન’ના ઇતિહાસ-વર્તમાનનું આલેખન ટૂ કં સમયમાં ‘नवजीवनનો અક્ષરદેહ’માં વિગતે આપીશું. આમ પૂરું વર્ષ ગાંધી કાર્ય-સાહિત્યનો પ્રચાર-પ્રસાર થાય તે અર્થે અગત્યનું છે. પણ જ ેઓ સંકલ્પ લઈને ગાંધી માર્ગે ડગ માંડવા ઇચ્છુ ક છે, તેમના અર્થે તો ગાંધીની જ ેમ પૂરો જન્મારો સર્વેનો ઉદય થાય તે માટેનો છે. સર્વોદય સાથે જ નવા વરસનો સૂરજ ઊગે તે ઉદ્દેશથી. સં. नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

307


ગાંધી : આજે અને અબઘડી પ્રકાશ ન. શાહ

થાય છે કે એમનો છેલવેલ્લો મોં મેળો કરી લેવો. ક્યાં ઘરનું ઘર મળ્યું છે આજ લગણ? વિલાયત છેલવેલ્લો એ અર્થમાં કે આપણું રાષ્ટ્રજીવન અને સમાજજીવન, કહો કે એકંદર જાહે રજીવન, જ ે ઘાંટીમાંથી પસાર થઈ રહ્યું છે એ જોતાં ગાંધી સાથે સાર્થક સંવાદ કરવાની જ ેવી અને જ ેટલી તાકીદ આજ ે છે એટલી કદાચ ક્યારે ય નહોતી. પેલું કહે છે ને નાઉ ઑર નેવર, એવું. ચૂક્યા તો ગયા. એક રીતે આપણા આ દિવસો ખુલ્લાણના દિવસો છે. ગ્લાસનૉસ્ત અને ઉદારીકરણના દિવસો છે. પ્રકાશન્તરે એન.આર.આઇ. એટલે કે નૉન રે સિડેન્ટ ઇન્ડિયનની બોલબાલાના દિવસો છે. આમ જુ ઓ તો ગાંધીની વાત પણ એન.આર.આઇ.ની જ વાત છે ને! બચાડાને આ ગુજરાતમાં કે ભારતમાં

308

અને આફ્રિકું સેવીને એ અહીં આવ્યો ખરો, પણ એના જ ે હાલહવાલ આપણે હસ્તક થયા એ જોતાં ઉપેન્દ્ર બક્ષીએ એકવાર કહ્યું હતું તેમ આ માણસ ‘એન.આર.આઇ.’ કહે તાં નૉન રિક્વાયર્ડ ઇન્ડિયન સરખો બની ગયો છે. ક્લાસિકનું નામ સૌ લે અને વાંચે કોઈ નહીં. ગાંધીના પ્રિય ત્રણ વાનરો પૈકી છીએ આપણે. એનું કર્યું કશું જોવું નહીં, એનું કહ્યું કશું સાંભળવું નહીં — હા, એનું નામ બેલાશક લેવું એ એક અપવાદ ખરો. ગમે તેમ પણ ગાંધીની જ ે એક મોહનમૂર્તિને વારે વારે સ્મરવા ચહં ુ છુ ં તે ૧૯૧૫ની અર્થાત્ દેશમાં બૅરિસ્ટર કર્મવીર એમ. ક.ે ગાંધી, આફ્રિકાવાસી

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગુજરાતીઓના ગાંધીભાઈ, ભારત પરત આવ્યા તે સાલની છે. એ સમયગાળાની એમની બે છબીઓની વાત હં ુ કરીશ. એક મુંબઈની અને બીજી શાંતિનિકેતનની. મુંબઈમાં તે વેળાએ જ ે તરુણ ગુજરાતીઓ સક્રિય હતા — કનૈયાલાલ મુનશી, ઇન્દુલાલ યાજ્ઞિક, શંકરલાલ બૅંકર વગેરે — એમનાં લખાણોમાં ને સ્મરણોમાં એ તસવીર ઝિલાયેલી છે, અને ક્યાંક ક્યાંક અક્ષરરૂપ પણ પામેલી છે. સ્મરણ રહે કે હમણાં જ ે નામો લીધાં તે દરે કે દરે ક નામ પોતપોતાની રીતે અગ્રજનો પૈકી બની રહે એ બરનું હતું. મુનશીએ અને ઇન્દુલાલે પોતપોતાની આત્મકથામાં ૧૯૧૫ના મોહનદાસ ગાંધીનાં જ ે શબ્દચિત્રો આલેખ્યાં છે તે આજ પણ પ્રેરક વાચન બની રહે તેવાં છે. પીટીટને ત્યાં ને બીજ ે જ ે મેળાવડા યોજાયેલા — એવા એક સત્કારમિલનમાં લોક આફ્રિકાથી આવેલી હરતીફરતી આ દંતકથાને જોવા ઉત્સુક હતું. જરી જ્યોર્જૅટની સાડીઓમાં સજ્જ, ભપકાની ને સેન્ટની છોળો ઉડાડતી સન્નારીઓ પણ હકડેઠઠ, હારબંધ હાજરાહજૂ ર હતી ને ઓ ગાંધી આવ્યા. દેશી પગરખાં, સાદું અંગરખું, પાઘડી, કોટપેન્ટ જ ેકેટ સૂટટાઇવાળી થ્રી-પીસ દુનિયામાં આપણો આ બૅરિસ્ટર આવા લેબાસમાં? મુનશી લખે છે, ‘મારી પડોશમાં ઊભેલી એક પારસણ બોલી ઊઠી, આ તો ઢનો ડરજી.’ રામાયણનો કહે વાતો એક પ્રસંગ સાંભરે છે. રામ કંઈ નહીં ને એક સ્ત્રી સારુ લંકે ચડ્યા એટલે કેવાં હશે એ સન્નારી એ જોવાજાણવાને વાનરસ્ત્રીઓ આતુર હતી. વિજયી રામની સીતા સોતી રાજસવારી કિષ્કિંધા નગરીમાંથી નીકળી ત્યારે સીતાને જોઈ વાનરીઓ સાવ નિરાશ થઈ ગઈ ને માંહોમાંહે કહે વા લાગી — છિ ઃ ઓય મા, આ સીતા? મોઈને એક પૂંછડુયં ે નથી! पुच्छमपि तुच्छं न वर्तते… આ હતો ઢનો ડરજી! રોયાયે આટલી અમથી ટાઇ नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

આપણો જે ત્યારનો અગ્રવર્ગ હતો, એલિટ હતો — અને આપણા સમયના મોટા ફિલસૂફ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન કહે છે તેમ આજે પણ આપણો રાજરોગ તો આ એલિટોક્રસી જ છે — એના કરતાં ગાંધી પહેલી નજરે જ જુદો પડતો જણ હતો. બાળકને આપણે પ્રાણીઘરમાં લઈ જઈએ ત્યારે એને ખાસ તરેહનો રસ પડે છે, અને તે એ વાતે કે આ બધાં પ્રાણીઓથી એક મનુષ્યપ્રાણી તરીકે હું જુદું પડું છું

પણ નથી પહે રી! શું થશે આ દેશનું, ઓ માય ગૉડ, બાય ગૉડ. (ફ્રેન્ચ ક્રાન્તિ વખતે પેલાં ઉમરાવબાનુ બોલ્યાં’તાં ને કે આપણે મુંઆ તો દુનિયાનું શું ભાવિ, સિવાય કે પ્રલય!) આ ઢના ડરજી સિન્ડ્રોમને હં ુ આધુનિક ભારતની દૃષ્ટિએ એક જળથાળ ઘટના ગણું છુ .ં આપણો જ ે ત્યારનો અગ્રવર્ગ હતો, એલિટ હતો — અને આપણા સમયના મોટા ફિલસૂફ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન કહે છે તેમ આજ ે પણ આપણો રાજરોગ તો આ એલિટોક્રસી જ છે — એના કરતાં ગાંધી પહે લી નજરે જ જુ દો પડતો જણ હતો. બાળકને આપણે પ્રાણીઘરમાં લઈ જઈએ ત્યારે એને ખાસ તરે હનો રસ પડે છે, અને તે એ વાતે કે આ બધાં પ્રાણીઓથી એક મનુષ્યપ્રાણી તરીકે હં ુ જુ દું પડુ ં છુ .ં ૧૯૧૫નો આપણો જ ે એલિટ હતો એને માટે પણ આ એક રીતે સાક્ષાત્કારની ઘડી હતી. જોકે એ સાક્ષાત્કારનું સ્વારસ્ય હજીયે આપણામાંથી મોટા ભાગનાને સારુ વેગળું ને વેગળું છે. વ્રજમાં વસતે છતે પુરુષ રહે વાની આપણી પરં પરા ખરી ને! વારુ, વાત આપણે ઢના ડરજીની કરતા હતા. મૂળે આ માણસ દીવાનનો દીકરો. પાછો વણિકપુત્ર અને 309


રવીન્દ્રનાથનાં જીવનકવનમાં જેમ ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’ની નિર્ણાયક સર્જનક્ષણ આવી હતી તેમ ગાંધીજીવનમાંય આ એક સાક્ષાત્કારની, નવદર્શનની, આત્મદર્શનની ક્ષણ હતી. પીડિત — દલિત — શોષિત — વંચિત માત્ર સાથે અભૂતપૂર્વ તાદાત્મ્યની ને અશ્રુતપૂર્વ એકાત્મતાની એ ક્ષણ હતી, કહો કે એ સ્વાતિક્ષણ હતી અને જેમ સત્યાગ્રહી પ્રતિકારનો પ્રારંભ તેમ ઢનો ડરજી પણ એનો આવિષ્કાર હતો

બૅરિસ્ટર એટલે કે રાજ્યરચના, સમાજવ્યવસ્થા અને નવો જમાનો — એ ત્રણે ધોરણે અગ્રવર્ગમાં. વર્ણની કસોટીએ, વર્ગની દૃષ્ટિએ, ઊંચી પાયરીમાં. એણે ચહીને વિ-વર્ગ, વિ-વર્ણ થવું પસંદ કર્યું. હં ુ નથી ધારતો, એણે ત્યારે માર્ક્સ વાંચ્યો હોય અને ડિ-ક્લાસ થવાની કે એવી પરિભાષા એને કાને પડી હોય. આમેય એ પરિભાષાનો નહીં પણ પ્રત્યક્ષ વ્યવહારનો માણસ હતો. ટ્રેનમાં ચડતાં રસ્કિનની ચોપડી વાંચવા માંડી ને ઊતરતે ઊતરતે તો આશ્રમજીવનનો સંકલ્પ પાકી ગયો — આમેય એનું આપોપું પણ આફ્રિકાની રે લઘટના સાથે જ તીવ્રપણે જાગી ઊઠ્યું હતું ને! ગાંધી ફિલ્મકાર એટનબરોને દાદ દેવી પડે કે, એણે ગાંધીજીવનનો ઉઘાડ અને ઉપાડ છતી ટિકિટે આગગાડીમાંથી ફેં કાઈ ગયાની ઘટના સાથે કર્યો છે. જીવનમાં આવી ક્ષણો વિરલ હોય છે અને ક્વચિત જ આવી મળતી હોય છે. રવીન્દ્રનાથનાં જીવનકવનમાં જ ેમ ‘નિર્ઝરે ર સ્વપ્નભંગ’ની નિર્ણાયક સર્જનક્ષણ આવી હતી તેમ ગાંધીજીવનમાંય આ એક સાક્ષાત્કારની, નવદર્શનની, આત્મદર્શનની ક્ષણ હતી. પીડિત —  દલિત — શોષિત — વંચિત માત્ર સાથે અભૂતપૂર્વ તાદાત્મ્યની ને અશ્રુતપૂર્વ એકાત્મતાની એ ક્ષણ હતી, 310

કહો કે એ સ્વાતિક્ષણ હતી અને જ ેમ સત્યાગ્રહી પ્રતિકારનો પ્રારં ભ તેમ ઢનો ડરજી પણ એનો આવિષ્કાર હતો. ૧૯૧૫માં મુંબઈની ગુર્જર સભાના તરુણો અને નીઓ-એલિટ વર્ગ જ ે સવાલોના જવાબની શોધમાં હતા, ભલે અપરિભાષિતપણે પણ, એ જવાબ આ લાજવાબ એવી મોહનમૂર્તિમાં હતો. પૂછો શી મથામણ હતી તત્કાલીન તરુણાઈની? ઇન્દુલાલ યાજ્ઞિકે નવજીવન અને સત્યનો પ્રારં ભ કર્યો હતો. જ ે પછીથી, ૧૯૧૯માં, નવજીવન બનીને સુવાંગ ગાંધી હસ્તક આવવાનું હતું. ક્યાંથી આવી હતી આ નવજીવનની વાત? ઇન્દુલાલે આત્મકથામાં લખ્યું છે કે દાન્તેની (ડેન્ટિની) જ ે ભાવના અને વિભાવના હતી, ‘નોવા વિવા’ની, એ શંકરલાલ બૅંકરને ખૂબ ગમતી. ‘નોવા વિવા’ના પર્યાય તરીકે સૂઝી આવેલી સંજ્ઞા ‘નવજીવન’ હતી. બીજી પાસ, મુંબઈ યુનિવર્સિટીમાંથી જ ે ગ્રૅજ્યુએટ પેઢીઓ બહાર પડવા લાગી હતી એમણે લિબરલ ઍજ્યુકેશન લેતે લેતે સ્વાભાવિક જ રિનેસાંસના સંસ્કારો પણ ઝીલ્યા હશે. પણ રિનેસાંસના, ‘નોવા વિવા’ના, નવજીવનના સંદેશાનો વીસમી સદી બેસતે નવો અર્થસંદર્ભ પણ ઊભો થઈ જ રહ્યો હતો અને એ રીતે એના સંગોપન ઉપરાંત શોધન, સંવર્ધન, સંસ્કરણનો પણ સવાલ તો હતો સ્તો. ઔદ્યોગિક ક્રાંતિ, નવા વર્ગો, શોષણના નવા કારસા, એલિયેનેશન, વકરતી અસમાનતા, સફે દ કાંઠલા ને ભૂરા કાંઠલાના આ નવસંદર્ભમાં રિનેસાંસ થકી માનવમુક્તિની જ ે શક્યતાઓ સૈકાઓ પૂર્વે ખૂલી હતી એ ઉપરાંતના પણ જવાબો શોધવાના હતા. મનુષ્યની કહો, વ્યક્તિની કહો, મુક્ત થતી આવતી ચેતના મનુષ્ય — મનુષ્ય વચ્ચેનું અંતર કેમ તોડે, ભેદની ભીંતો કેમ ભાંગે એ સવાલ લાખ રૂપિયાનો હતો. નમૂના દાખલ, શંકરલાલ બૅંકરની જ વાત કરું. [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગર્ભશ્રીમંત વૈષ્ણવ પરિવારનું એ સંતાન. ધીમે ધીમે ડિપ્રેસ્ડ વર્ગોમાં કામ કરવાનું વલણ જાગ્યું. જોયું કે આ જ ે કહે વાતા નીચલા, અસ્પૃશ્ય વર્ગો છે એમને ચર્મકારી જ ેવા એમના પરં પરાગત વ્યવસાયમાં નવકૌશલ મળે તો એ ધોરણસરની કમાણી કરી શકે અને નીચી પાયરીએ ન રહે એવું શક્ય બને. એટલે એમણે પૂર્વતૈયારી રૂપે લેધર કૉલેજમાં ભરતી થઈ એ અંગેનું કૌશલ પંડ ે પ્રાપ્ત કરવા વિચાર્યું. પ્રથમ વિશ્વયુદ્ધને કારણે એમનો વિલાયતવાસ આ મોરચે અફળ રહ્યો એ સાચું, પણ રિનેસાંસનાં વિચારમૂલ્યો જ્યારે નવસંદર્ભમાં પ્રત્યક્ષ કર્મમાં ઠરવા કરતાં હતાં ત્યારે એમને કેવાં કેવાં ચરિયાણ જડવા લાગ્યાં હતાં એનો આથી ખ્યાલ આવે છે. આ જ સમયે આપણો ઢનો ડરજી હિન્દને તખતે આવ્યો અને નવી પ્હો ફાટી. શરૂમાં જ મેં ૧૯૧૫ના મુંબઈની સાથોસાથ શાંતિનિકેતનનું પણ સ્મરણ કર્યું હતું. આચાર્ય કૃ પાલાનીએ એમની આત્મકથામાં ૧૯૧૫ના માર્ચમાં પોતે પહે લી વાર ગાંધીજીને મળ્યા એનું સરસ ચિત્ર આપ્યું છે. પૂણેની ફર્ગ્યુસન કૉલેજના એમના સહપાઠી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (આપણા કાકાસાહે બ) ત્યારે શાંતિનિકેતનમાં હતા અને કૃ પાલાની બિહારના મુઝફ્ફરપુરમાં પ્રોફે સરી કરતા હતા. કાલેલકરે લખ્યું કે પેલા દક્ષિણ આફ્રિકાવાળા ગાંધી આજકાલ અહીં છે, એથી કૃ પાલાની પણ કૌતુકવશ ત્યાં પહોંચી ગયા. થોડા દિવસ સાથે રહ્યા. પહે લી સાંજ ે, કૃ પાલાનીએ લખ્યું છે, ગાંધીજી અવારનવાર મારા તરફ ટીકીને જોતા હતા. તે પરથી મેં ધાર્યું કે તેઓ મારું માપ કાઢે છે. હં ુ પોતે પણ એ જ કરતો હતો. વારુ. વાતોનો જ ે દોર ચાલ્યો એમાં કૃ પાલાનીને ગાંધીજીની બે વાતો સ્પર્શી ગઈ. એક તો એમનો અભય અને બીજી વાત તે ગરીબો માટેનો એમનો દિલી લગાવ. આટલું नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

પારકી સરકારની ગુલામ નોકરીના જન્મસિદ્ધ અધિકારનું તે વખતનું રાજકારણ હતું. ધન્નાશાહો અને બુદ્ધિબાજો (વકીલો)ની વૅકેશનિયા ને આપકેન્દ્રી રાજનીતિને સ્થાને ગાંધીનો

પ્રવેશ

વાસ્તવમાં

ઢના

ડરજીની

રાજનીતિનો — એટલે કે આમ- જનતાની રાજનીતિનો જ નહીં બલકે ખાસ ને આમ વચ્ચેનું અંતર હર વાતે ભૂંસવાની રાજનીતિનો પ્રવેશ હતો

સમજાયા પછી આપણા આ તરુણ ક્રાંતિકારી પ્રોફે સર પાસે ગાંધીજી સારુ આટલાં જ વેણ હતાં ઃ ‘જ્યારે તમને લાગે કે કંઈક કરવા જ ેવું કામ છે ત્યારે તમે મને જરૂર બોલાવી શકો છો.’ અને એવો પ્રસંગ બરાબર બે વરસે, ૧૯૧૭ના માર્ચમાં આવ્યો જ્યારે એક દિવસે પ્રોફે સર કૃ પાલાનીને ગાંધીજીનો તાર મળ્યો કે ચંપારણના ખેડૂતો પરના નીલવરોના જુ લમની જાતતપાસ વાસ્તે જતાં મધરાતે મુઝફ્ફરપુર પહોંચું છુ .ં પહોંચ્યા. કૃ પાલાનીને ચંપારણ વિશે વધુ જાણવા પૂછ્યું. આત્મકથામાં કૃ પાલાનીએ ખુલ્લા દિલે લખ્યું છે કે, “નીલવરો ખેડૂતો સાથે ક્રૂરતાથી વરતતા હતા તે ઉપરાંત મને ખરું પૂછો તો વધુ ખબર નહોતી. અમારું દેશાભિમાન ત્યારે એવું અધૂરું ને અધકચરું હતું કે પડખેનાં ગામડામાં શું બની રહ્યું છે એની પણ ખબર નહોતી! શહે રો, કસબાઓ અને શિક્ષિતો પૂરતી મર્યાદિત દુનિયા એ હતી.” અને કેવો હતો એ મર્યાદિત દુનિયાનો નેતાગણ? નાતાલના અરસામાં કામધંધામાં રજા હોય ત્યારે કૉંગ્રેસ અધિવેશનમાં ભેળા મળવું, અંગ્રેજ સત્તા તરફ વફાદારીના ઠરાવથી શરૂઆત કરી પોતાના 311


ગાંધીનું નામ લેનારાં અને એના બિનઅમલમાં રાચનારાં સરકારી-બિનસરકારી એસ્ટાબ્લિશમૅન્ટ હસ્તક ગાંધીની મોહનમૂર્તિ એની ઓળખરેખાઓ ગુમાવી બેઠી છે અને આપણી વચ્ચે સમાનતાનો સંદેશ પ્રત્યક્ષ જીવનથી આપતો જે પ્રતિલોમ ગાંધી સદેહે વિહર્યો હતો એને આપણે સગવડે વીસરી ગયા છીએ

વર્ગને લાભ થાય એવી નાની નાની મહે રબાનીઓ યાચવી એ એમની તાસીર હતી. સુરેન્દ્રનાથ બેનરજી બંગાળના સિંહ કહે વાતા. અંગ્રેજ જીભને એમના નામનો શુદ્ધ ઉચ્ચાર કરતાં જ ે મુશ્કેલી પડતી તે પરથી તેઓ સર સરે ન્ડર નૉટ પણ કહે વાતા. હવે આ કદાપિ સરે ન્ડર નહીં કરનાર સિંહપુરુષનું વીરકર્મ શું હતું? બુલંદ સાદે, બહાદુરીભેર એમણે કહ્યું હતું કે ઃ “અંગ્રેજ સરકારની હિન્દમાંની ઊંચી નોકરીઓમાં હિન્દીઓને પ્રવેશ મળવો જ જોઈએ.” તો, પારકી સરકારની ગુલામ નોકરીના જન્મસિદ્ધ અધિકારનું તે વખતનું રાજકારણ હતું. ધન્નાશાહો અને બુદ્ધિબાજો (વકીલો)ની વૅકેશનિયા ને આપકેન્દ્રી રાજનીતિને સ્થાને ગાંધીનો પ્રવેશ એ વાસ્તવમાં ઢના ડરજીની રાજનીતિનો — એટલે કે આમજનતાની રાજનીતિનો જ નહીં બલકે ખાસ ને આમ વચ્ચેનું અંતર હર વાતે ભૂંસવાની રાજનીતિનો પ્રવેશ હતો. ગોખલેએ કહ્યું અને ગાંધીજીએ એક વરસ ભારતભ્રમણ કરીને તત્કાલીન પરિસ્થિતિને પૂરી સમજવાની કોશિશ કરી. એમને પૂછવામાં આવ્યું કે શું ચાલે છે? એમણે કહ્યું, નાટારં ગ. બધે નાટારં ગ 312

ચાલે છે. આ નાટારં ગ તે શું ને કેવો. ૧૯૨૨માં એમણે ‘નવજીવન’માં લખેલી એક વાત યાદ આવે છે. જ ેમાં એમણે કોણ શેનું ભૂખ્યું છે એ ચોખ્ખા આખ્ખા શબ્દોમાં બધ્ધેબધ્ધું કહી દીધું છે ઃ ધારાસભાવાળાઓ તેમનાં ભાડાંભથ્થાંના ભૂખ્યા છે. પ્રધાનો પગારના ભૂખ્યા છે. વકીલો ફીના ભૂખ્યા છે. ફરિયાદીઓ હુકમનામાના ભૂખ્યા છે. માબાપો પોતાના છોકરાઓને જલદી નોકરીઓ મળે એવી કેળવણીના ભૂખ્યા છે. લખપતિઓ કરોડ કરવાના ભૂખ્યા છે અને બાકીના સૌ મામણમૂંડા સમાન ધૂળ જીવનમાં નરી નામર્દાઈ ભરે લી શાંતિના ભૂખ્યા છે. આખું કૂ ંડાળું પેલી મધ્યવર્તી ટોળીની ફરતું ફૂદડી ફરે છે. સૌ કોઈ તાંડવમાં ચકચૂર છે. ચક્કરમાંથી છૂટવાની, છૂટા પડવાની વૃત્તિ કોઈની નથી. તેથી જ ેમ જ ેમ ફૂદડી ફરનારાઓની ગતિ વધતી જાય છે તેમ તેમ ફરનારાઓના હર્ષોન્માદનું શૂર પણ ચડતું રહે શે. પણ આ નૃત્ય વિનાશકાળના તાંડવનૃત્ય જ ેવું છે અને હર્ષ અને ઉન્માદ એ કાળનાં ડચકાં ખાતાં મુમુર્ષોઓની તૂટતી નાડીના ઉછાળા છે. આ એ માણસની વાણી હતી જ ેણે એ જ વરસે બ્રુમફિલ્ડની કોર્ટમાં પોતાનો ધંધો ખેડૂત ને વણકરનો જણાવ્યો હતો. પણ વાત આપણે ૧૯૧૬–૧૭ની કરતાં હતાં. જ ે બધું ચાલે છે તે કેમ ચાલે છે એનો ગાંધીનો જવાબ એ હતો કે, શિક્ષિતો હૃદયહીન છે. નીંભર એલિટોક્રસી, બીજુ ં શું. જ ેમ ત્યારે તેમ અત્યારે સવાલ આ બધી જૂ નીનવી એલિટોક્રસીઓને તોડવાનો છે. ગાંધીએ એને તોડવાનો રસ્તો જાતદૃષ્ટાંતથી બેસાડવામાં કોઈ કસર છોડી નથી. એમાંના ઘણા મુદ્દા જોકે ન તો કાંશીરામોથી પકડાય છે, ન તો સરકારી ગાંધીરામોના વશની એ વાત છે, મુદ્,દે વાત એમ છે કે ગાંધીનું [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


નામ લેનારાં અને એના બિનઅમલમાં રાચનારાં સરકારી-બિનસરકારી એસ્ટાબ્લિશમૅન્ટ હસ્તક ગાંધીની મોહનમૂર્તિ એની ઓળખરે ખાઓ ગુમાવી બેઠી છે અને આપણી વચ્ચે સમાનતાનો સંદેશ પ્રત્યક્ષ જીવનથી આપતો જ ે પ્રતિલોમ ગાંધી સદેહે વિહર્યો હતો એને આપણે સગવડે વીસરી ગયા છીએ. આર્થિક વિકેન્દ્રીકરણના અભાવે અને વિ-વર્ગ, વિ-વર્ણ થતી આવતી ક્રાંતિકારી તરુણાઈના અભાવે સમાનતાની ને સામાજિક ન્યાયની લડાઈ નકરા નાતજાતીકરણમાં ખોવાતી ચાલી છે. ચંદ્રશેખર ધર્માધિકારી કવિ કુ સુમાગ્રજની એક મરાઠી કવિતા ઠીક ટાંકે છે ઃ મુંબઈમાં જુ દા જુ દા સ્થળે જુ દા જુ દા નેતાઓની જ ે પ્રતિમાઓ મૂકવામાં આવી છે તે બધી પ્રતિમાઓએ એકવાર રાતે દસ વાગ્યે ચોપાટી પર એક સભા કરી. સૌપ્રથમ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા આવી અને કહે વા લાગી —મેં તો સામાન્ય લોકોનું, ગરીબ લોકોનું રાજ્ય આવે એટલા માટે સ્વરાજ્યની કલ્પના કરે લી. હં ુ તો રાષ્ટ્રીય પુરુષ હતો. પણ હવે હં ુ મહારાષ્ટ્રી પુરુષ થઈ ગયો છુ .ં તે પછી મહાત્મા ફૂલેની પ્રતિમાએ પોતાના મનની વાત રજૂ કરતાં કહ્યું —મેં તો નાતજાત ખતમ કરવા માટે સત્યશોધક સમાજની સ્થાપના કરે લી, છોકરીઓનાં ભણતર માટે શાળાઓ શરૂ કરે લી. છતાં મહારાષ્ટ્રમાં મારી પ્રત્યેક પ્રતિમા શાક માર્કેટની સામે મૂકવામાં આવી છે. એટલા માટે હં ુ તો કેવળ માળીઓ પૂરતો જ રહી ગયો છુ .ં તે પછી બાબાસાહે બ આંબેડકરની પ્રતિમા આવી અને કહે વા લાગી કે, અસ્પૃશ્યતા ખતમ થાય અને સમાનતા તથા બંધુત્વના પાયા પર આધારિત લોકતંત્રની સ્થાપના થાય તે માટે મેં તો બંધારણ બનાવેલું. પણ હં ુયે હવે કેવળ नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

જે માણસે મોક્ષ ઇચ્છતે છતે જો પુનર્જન્મ હોય જ તો હરિજનને ત્યાં માંગ્યો હતો એની જે પ્રતિલોમ કહેતાં સમાનતાલક્ષી મોહનમૂરત છે તેને અને આપણે આજે કેટલું છેટું પડી ગયું છે! બાકી, સામાજિક ગતિશાસ્ત્રની એમની આ દૃષ્ટિ રાજકીય અભિગમમાં પણ એવી જ ક્રાંતિકારી રીતે પ્રયોજાતી ને પ્રક્ષેપાતી જોવા મળે છે

નવબૌદ્ધોનો જ બાબા બની ગયો છુ .ં તે પછી લોકમાન્ય ટિળકની પ્રતિમા આવી અને કહે વા લાગી — તમારા બધાની પાછળ એકેક જાતિ તો છે. હં ુ તો કેવળ બ્રાહ્મણોની જ એક પેટા જ્ઞાતિ, ચિતપાવન બ્રાહ્મણો પૂરતો જ સીમિત બની ગયો છુ .ં સૌથી છેલ્લે મહાત્મા ગાંધીની પ્રતિમા આવી. આંખમાં આંસુ સાથે એમણે માત્ર આટલું જ કહ્યું — તમારા બધાની પાછળ એકેક જાતિ અગર પેટા જાતિ તો છે. મારી પાછળ તો માત્ર સરકારી ઑફિસની દીવાલો જ છે… જ ે માણસે મોક્ષ ઇચ્છતે છતે જો પુનર્જન્મ હોય જ તો હરિજનને ત્યાં માંગ્યો હતો એની જ ે પ્રતિલોમ કહે તાં સમાનતાલક્ષી મોહનમૂરત છે તેને અને આપણે આજ ે કેટલું છેટું પડી ગયું છે! બાકી, સામાજિક ગતિશાસ્ત્રની એમની આ દૃષ્ટિ રાજકીય અભિગમમાં પણ એવી જ ક્રાંતિકારી રીતે પ્રયોજાતી ને પ્રક્ષેપાતી જોવા મળે છે. વારં વાર ઝીંકવામાં આવે છે કે, બલિદાનને આગલે દિવસે એમણે કૉંગ્રેસના વિસર્જનનું સૂચન કરતો ખરીતો તૈયાર કર્યો હતો. પણ આ કહે તી ને ટાંકતી વખતે એ બાબત ચૂકી જવાય છે જ ે ગાંધીજીની રાજકીય અભિજ્ઞતાને સારુ આપણે 313


પક્ષે અન્યાયકારી છે. વાત એમ છે કે કૉંગ્રેસના વિસર્જન સાથે અભિપ્રેત મુદ્દો એ પણ હતો કે, જ ેમને રાજકીય પ્રવૃત્તિમાં સ્વધર્મ જણાય છે તેઓ જરૂરથી રાજકીય પક્ષ રચે. બીજુ ,ં જ ે લોકસેવકસંઘ આકાર લેવાનો હતો તેની કામગીરીઓ પૈકી મહાત્માચીંધી એક કામગીરી એ હતી કે, મતદાર યાદીઓમાં જ ેમનાં નામ છૂટી ગયાં હોય તે બરાબર દર્જ કરાવવાં અને તેઓ અવશ્ય મતદાન કરે તે જોવું. આનો અર્થ સમજાય છે આપને? જણે-જણ લોકતંત્રમાં હિસ્સેદાર છે અને સક્રિય ભાગીદારી વિના કોઈ મોક્ષ નથી. નો પાર્ટિસિપેશન, નો લિબરે શન.

અર્થકારણમાં, રાજકારણમાં, સમાજકારણમાં એમ સર્વત્ર વર્ગ અને વર્ણને ઓળાંડવાની વાતો આ બધી છે. વંશાનુક્રમ, વર્ગાનુક્રમ, વર્ણાનુક્રમને ખતમ કરતાં રુધિરાભિસરણ ને ચયાપચય સમાજશરીરમાં ને રાજ્યઘટનામાં ચાલે એ માટેની વાતો આ બધી છે અને એ જ તો ગાંધી અપીલનું સ્વારસ્ય છે કે, પુરુષસત્તાક, શ્રીમંત-ધીમંત સત્તાક, ‘કોમસત્તાક’, ‘સત્તા’ સત્તાક, ‘વર્ગ-વર્ણ સત્તાક’, ‘ધર્મસત્તાક’ હર એલિટોક્રસીને અલવિદા. આજ ે અને અબઘડી. [રઘુવીર ચૌધરી સંપાદિત સંસ્કૃ તિ-સંદર્ભ પુસ્તકમાંથી] prakash.nireekshak@gmail.com 

પથ્થર પર પાણી જ ેવું લાગે તોપણ…. જગતના સર્વશ્રેષ્ઠ માણસના પ્રતિનિધિરૂપ માણસોએ અહિં સાની ભાવના જીવનમાં ઉતારી નહીં હોય તો તેમને આ લૂંટફાટનો સામનો આજ સુધી ચાલતી આવેલી રીતે કરવો પડશે. પણ એ પરથી એટલું જ દેખાઈ આવશે કે આપણે જંગલી જીવનથી બહુ આગળ વધ્યા નથી. ઈશ્વરે આપણને જ ે વારસો આપ્યો છે તેની પિછાન અને કદર કરતાં શીખ્યા નથી અને 1900 વરસના જૂ ના ખ્રિસ્તી ધર્મનું, એથીય જૂ ના હિં દુ અને બૌદ્ધ ધર્મનું અને ઇસ્લામનું પણ(જો હં ુ એના સિદ્ધાંતને ખરો સમજ્યો હોઉં તો) શિક્ષણ પામ્યા છતાં આપણે મનુષ્ય તરીકે ઝાઝી પ્રગતિ કરી નથી. પણ જોકે જ ેઓ અહિં સાને માનતા નથી તેઓ પશુબળનો ઉપયોગ કરે એ હં ુ સમજી શકું, પણ જ ેઓ અહિં સાને માને છે તેમણે તો પોતાની બધી શક્તિ અંગત આચરણ વડે એમ બતાવી આપવામાં જ હોમવી જોઈએ કે આવી લૂંટફાટનો સામનો પણ અહિં સાથી જ કરવો રહ્યો છે. કેમ કે પશુબળ ગમે તેટલું સકારણ વાપરવામાં આવ્યું હોય તોપણ તે અંતે તો આપણને હિટલર અને મુસોલિનીના પશુબળની પેઠ ે એવા જ ખાડામાં લઈ જઈને નાખવાનું. એ બેમાં કંઈક ઓછાવત્તાનો ફરક હશે એટલું જ. તમે ને હં ુ જ ેઓ અહિં સા પર આસ્થા ધરાવીએ છીએ તેમણે અણીની ઘડીએ એનો ઉપયોગ કરવો જોઈએ. થોડી વાર તો પથ્થર પર પાણી જ ેવું લાગે તોપણ આખરે સોનેરી ટોળીવાળા લૂંટારાના દિલ પર આપણે અસર પાડીશું એવી આશા આપણે કદી છોડવી ન જોઈએ.

314

— ગાંધીજી [હરિજનબંધુ 25-12-38, વિશ્વશાંતિનો અહિં સક માર્ગમાંથી]

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


નિરાશામાં રહેલી અમર આશા સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ

ક્યાં નકરી ભક્તિ, ક્યાં નકરો તિરસ્કાર. જ ે કંઈ જોઈએ કે અનુભવીએ તેના મૂળ સુધી

પહોંચવાની કે જ ેને માની લીધું છે તેને તાર્કિક કે અનુભૂતિજન્ય આધાર આપવાને સ્થાને વ્યાપ્તિ સુધી પહોંચી જવાનો આરામ કશાકને સમજવા માટે કેટલો કામ આવે? ગુજરાતી ભાષામાં વૈયક્તિક નિબંધો અને લાંબાં (ખંડ) કાવ્યો ઓછાં લખાયાં છે અને ત્યારે આત્મકથા લખાય છે છતાં તેમાં આધાર આપી શકાય તેવું પ્રમાણમાં ઘણું ઓછુ ં હોય છે. ક્યારે ક, લખનારની અભિવ્યક્તિ પાછળ સત્યનો કેટલો અંશ હશે એ વિશે પણ શંકા થાય ખરી. ગુજરાતી સાહિત્યે, આઝાદીની લડતના સમયગાળામાં જ ેટલું પ્રદાન કર્યું, જ ે માનવનિસબત દેખાડીને સૂઝાડી તેની સરવાણી આઝાદી આવ્યા પછી સુકાઈ ગઈ છે તેવો મિથ્યા આક્ષેપ કરતો નથી. છતાં, સહજ રીતે થતી આવી નિસબત અને તેમાંથી કંડારાતો શબ્દદેહ આજ ે છે ખરો? દલિતસાહિત્યને બાદ કરતાં, માનવપીડાને વ્યક્ત કરતું સાહિત્ય ઘટતું જાય છે અને જ ે નથી તેમાં સ્વૈરવિહાર કરતું જાય છે, તેવું હં ુ લખું તો તેમાં મારી અતિશયોક્તિ હોઈ શકે. દલિતસાહિત્યમાં જ ે માનવપીડા ને નિસબત જોવા મળે છે તેવું ગુજરાતીમાં પ્રગટ થતા સમગ્ર સાહિત્ય વિશે કહીશું? नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

315


ગુજરાતી ભાષામાં ખેડાતા સાહિત્યની મર્યાદાઓમાં જવું નથી. તેને ખેડનારા સમર્થ છે જ એવું માનીને ચાલીશું અને છતાં તેમનું સામર્થ્ય કે તેમની શ્રેષ્ઠતા ગુજરાતી સાહિત્યની પ્રત્યેક કૃતિઓમાં દેખાતી નથી એ સ્વીકારવું રહ્યું. કશાનું તાર્કિક કે અનુભવજન્ય પ્રમાણ આપ્યા વિના તેને સ્વીકારી ન લેવું કે કારણ-કાર્યના સેતુને સાંકળ્યા વિના સીધા કારણ પર ન જવું અને છતાં પણ જો પૂર્વકલ્પના (એક અર્થમાં તારણ) સ્વીકારી લેવામાં આવે તો તેનું પગેરું મૂળ સુધી કાઢવું — આવો દાર્શનિક કે તાત્ત્વિક અથવા તે અર્થમાં વૈજ્ઞાનિક અભિગમને સ્થાને ગુજરાતી સાહિત્યમાં ભાવુકતાવાદ (romanticism) વધારે જોવા મળે છે. આ કથન કેવળ ગુજરાતી સાહિત્યને જ સ્પર્શે છે તેવું પણ નથી. ભારતની તમામ ભાષાઓ અને બોલીઓમાં સર્જાતા કે સર્જિત સાહિત્યમાં ક્લેવરોને તપાસો. આ જ વલણ જોવા મળશે. નર્મદે તેના સ્વાત્મચરિત્રમાં પોતાની ઇન્દ્રિયાશક્તિની મર્યાદાનો સ્વીકાર કર્યો છે અને છતાં તેના આવા સ્વીકારમાં નિરાશા જોવા મળતી નથી. ગાંધીજીના સત્યના પ્રયોગોમાં એ બંને છે અને તેથી મર્યાદામાંથી બહાર આવવાના તેમના પ્રયોગો થકી તો તેઓ મહાત્મા બન્યા હતા. કશુંક બને છે તેની પાછળ કશુંક કારણ પડેલું છે—તો, એ કારણની શોધ કરો. આ વૃત્તિએ પશ્ચિમી જગતમાં પ્રાકૃતિક વિજ્ઞાનનાં વિવિધ સ્વરૂપોનો વિકાસ કર્યો. તેવો જ કંઈક પ્રયાસ મનુષ્યના પરસ્પરના વ્યવહારો અને એ થકી સર્જાતી વ્યવસ્થામાં જોવાનો પણ પ્રયાસ થયો. ઇંગ્લૅન્ડના થૉમસ હૉબ્સે (1588-1679) માનવ અને સમાજનું સમીકરણ શોધ્યું માનવસ્વભાવમાં. તેના લખાણ leviathan(1651)માં માનવસ્વભાવનું ચિત્રણ રૂપાળું નથી. મૂળ પ્રાકૃતિક અવસ્થામાં રહે લો મનુષ્ય એકાકી ને જંગલી હતો અને તેથી તે 316

ભારોભાર અસલામતી અનુભવતો હતો. તેમાંથી સમાજ અને રાજ્ય બંનેનું નિર્માણ એક સાથે થયું. ઝાં ઝાક રૂસો (1712-78) મૂળ જિનિવાનો, પૂર્વજો ફ્રાન્સના, પૂર્વજોની ભૂમિનાં દર્શન કરવા પગપાળો નીકળી પડ્યો. જિનિવાની ગ્રામીણ નિર્દોષ જિંદગી જોનાર રૂસો પૅરિસના ઐશ્વર્યની નિર્લજ્જતાથી ત્રાસી ગયો. Discourse on the origin and foundations of inequality amongst men (trans, 1755) અને The Social contract(trans, 1962)થી વિખ્યાત થયો. પોતાની આત્મકથા confessionsમાં તેના સઘળા પાપનો તેણે સ્વીકાર કર્યો છે. ફ્રાન્સની ક્રાન્તિનો વૈચારિક જનક, ફ્રાન્સની ક્રાન્તિ થાય તેના એક વર્ષ પહે લાં માથામાં ગોળી મારીને મર્યો. ઓગણીસમી સદીમાં સિંગમન્ડ, ફ્રોઈડ (18561939) થઈ ગયા — તેમણે બંને સદીઓ જોઈ. તેમણે ઘણું લખ્યું છે. માનવવર્તન પાછળ ‘sexual wishes’ કહે નાર તે પહે લા હતા. તેમણે માંડલ ે ા મનોવિશ્લેષણના ચીલે ચાલ્યા. કાર્લ યુંગ (18751961) અને એરિક એરિકસન — હજી, હમણા કેટલાક દાયકા પર અમદાવાદ આવ્યા હતા અને શારદાનગરમાં શંકરલાલ બૅંકરને ઘેર રહ્યા હતા. તેમણે લખેલું પુસ્તક Gandhi’s Truth, ભારતીય અગ્રણીઓમાં ગાંધીજીનું મનોવિશ્લેષણ કરે છે. આપણા દેશમાં આવા બૌદ્ધિક આયામો થતાં નથી અને થાય છે તો પ્રચલિત બનતાં નથી. પ્રચલિત ન બનવા પાછળનું કારણ ભક્તિ હોઈ શકે. મનનો તાગ મેળવવામાં અલિપ્ત થવું પડે, સઘળી જંજાળોથી અને આપણા વૈચારિક વળગણોથી પણ મુક્ત થવું પડે, declass થવું પડે ત્યારે નજરે જણાતા માનવવર્તનનાં મૂળ કેવાં હોઈ શકે તેનાં સ્વરૂપોની ઝાંખી થાય. આપણે ત્યાં આવું નથી થતું અને તેથી નરી ભાવુકતામાં વ્યક્તિનું સમગ્ર દર્શન થતું નથી. શક્ય છે, ભારતીય દર્શન પરં પરામાં ક્યાંક તર્કનો [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


આધાર કે પ્રમાણ છોડી સ્વૈરવિહાર કરવામાં પડી ગયા હોઈએ. ગાંધીજી પણ આપણા સૌના જ ેવા માણસ જ હતા અને તેથી માનવસહજ ઘણાંબધાં વળગણો તેમનામાં હતાં. જો રાગી ને અનુરાગી હતા તો, ક્રોધી પણ હતા. બધા જ પ્રયત્નો કરવા છતાં છેક અનાસક્ત થઈ શક્યા ન હતા. સ્વાદનો ત્યાગ કરી શક્યા ન હતા. તેથી, થાળી ભરી ભજિયાં ખાઈ શકતા અને પુરણપોળી ખાવામાં હરીફાઈમાં ઊતરી શકે તેવી તેમની માનસિક અને હોજરીની શક્તિ હતી. શારીરિક અને વિશેષે કરીને ‘સેક્સ’ના આવેગોને કાબૂમાં રાખવા કઠોર શ્રમ કરતા. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં તપ ઇત્યાદિને અપાયેલા ભાર પાછળ મનને વિચલિત થતું રોકવાનું પ્રતીક તો લેખવામાં આવતું નહીં હોય ને? કઠોર શારીરિક શ્રમ અને તપ — બંને ચિત્તની એકાગ્રતા માગી લે છે. ગાંધીજી, બોધિવૃક્ષની હે ઠળ બેઠા ન હતા, તેઓ વૈરાગી ન હતા કે તેવા થવા માગતા ન હતા. તેઓ ગહ ૃ સ્થી હતા અને પાંચ સંતાનોના પિતા હતા — તમ ે નું પહે લું બાળક થોડુકં જીવ્યું ને મરી ગયેલું. તેના જન્મને ગાંધીજીએ પોતાના જાતીય આવેગનું પરિણામ લેખેલું. મિસ સ્લૅડ (ગાંધીજીએ આપેલું નામ મીરાં) પહે લીવાર ગાંધીજીને મળ્યાં ત્યારે ગાંધીજીએ ‘બા’ને બોલાવી તેમના વાળ ઊતરાવી નાખવા કહે લું. અને ત્યારે તેમ પણ કહ્યું હતું : “તારું સૌંદર્ય, તને મારી સેવા કરવામાં આડુ ં આવશે.” તીવ્ર આસક્તિ અને નિરાશાને કઈ રીતે સાંકળીશું? ખ્રિસ્તી ધર્મગ્રંથમાં લખ્યું છે. “Blessed are they who expect nothing for they shall never be dissapointed” સાદી ભાષામાં કહીએ તો અપેક્ષા રાખીએ તો નિરાશા આવે. માણસમાં બુદ્ધિ છે તો તે ઘણુંબધું વિચારી શકે છે ને કહી પણ શકે છે. આશા-નિરાશા, પરિતોષપીડા, બધા नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

માણસમાં બુદ્ધિ છે તો તે ઘણુંબધું વિચારી શકે છે ને કહી પણ શકે છે. આશા-નિરાશા, પરિતોષપીડા, બધા મનના ભાવ છે. મનમાં સુખ કે દુઃખ–કશાકનું ધોરણ રાખીએ છીએ. એ ધોરણ પ્રમાણે થાય કે થતું રહે તો સુખાનુભૂતિ. તેથી ઓછું કે નિમ્નકક્ષાનું થાય તો સઘળી આપત્તિ. મારા, મેં માની લીધેલાં સારાં જીવનનાં ધોરણો પ્રમાણે મને મળતું રહે તો મને આનંદ થાય. તેવું ન મળે તો નિરાશા થાય

મનના ભાવ છે. મનમાં સુખ કે દુઃખ–કશાકનું ધોરણ રાખીએ છીએ. એ ધોરણ પ્રમાણે થાય કે થતું રહે તો સુખાનુભૂતિ. તેથી ઓછુ ં કે નિમ્નકક્ષાનું થાય તો સઘળી આપત્તિ. મારા, મેં માની લીધેલાં સારાં જીવનનાં ધોરણો પ્રમાણે મને મળતું રહે તો મને આનંદ થાય. તેવું ન મળે તો નિરાશા થાય. નિરાશાનો ભાવ કેમ થાય તેનો કંઈક ખુલાસો ઉપર કર્યો છે. એ ખુલાસો સ્વયં સાર્વત્રિક ન પણ હોય. શક્ય છે, નિરાશાના ભાવથી અપરાધભાવ પણ મનમાં ઉદ્ભવે. પિતાશ્રીના મરણટાણે તેમની સાથે ન હોવાનો અપરાધભાવ ગાંધીજીને જીવનભર સતાવતો રહ્યો હતો. ગાંધીજીએ તેમની આત્મકથા અથવા સત્યના પ્રયોગોના પ્રકરણ નવમાનું શીર્ષક આપ્યું છે: ‘પિતાજીનું મૃત્યુ ને મારી નામોશી’. તેમાં તેમણે પિતાશ્રીના જીવનના અંતિમ દિવસોનું બયાન આપ્યું છે: “રાત્રિએ હં મેશાં તેમના પગ ચાંપવા અને રજા આપે ત્યારે અથવા તો એ ઊંઘી ગયા હોય ત્યારે મારે સૂઈ જવું એવો નિયમ હતો. મને આ સેવા અતિશય પ્રિય હતી…” ત્યારે , ગાંધીજી સોળ વર્ષના હતા. પિતાશ્રીના છેલ્લા દિવસો હતા અને ગાંધીજી લખે છે “આ જ વર્ષે પત્ની ગર્ભવતી 317


કશુંક ચોરીછૂપીથી કરવું, વડીલો–શુભેચ્છકોને છેતરીને તેમને ન ગમતું કે પરિવાર અથવા સમાજને સ્વીકાર્ય ન હોય તે કરવું, જાહેર વ્યવહારોમાંથી કહેવાતા આદર્શોની છટકબારીઓ શોધવી અને એના ઓઠા હેઠળ મનમાની કર્યા કરવી, અન્યને સ્વીકાર્ય હોય કે ન હોય પણ કોઈક માની લીધેલા આદર્શના બહાના હેઠળ મનને મનાવી તેવું વર્જ્ય કાર્ય કર્યા કરવું — આનો સ્વીકાર કરવા હિંમત હોવી જોઈએ

થઈ. એમાં બેવડી શરમ સમાયેલી આજ ે હં ુ જોઈ શકું છુ .ં એક તો એ કે વિદ્યાભ્યાસનો આ કાળ હોવા છતાં મેં સંયમ ન જાળવ્યો, અને બીજી એ કે જોકે નિશાળનો અભ્યાસ કરવાનો ધર્મ હં ુ સમજતો હતો અને તેથીયે વધારે માતપિતાની ભક્તિનો ધર્મ સમજતો હતો, તે એટલે સુધી કે એ બાબતમાં બાલ્યાવસ્થાથી જ શ્રવણ મારો આદર્શ થઈ રહ્યો હતો, તે છતાં વિષય મારા ઉપર સવાર થઈ શકતો હતો. એટલે કે, દરે ક રાત્રિએ જોકે હં ુ પિતાજીની પગચંપી તો કરતો છતાં સાથે સાથે મન શયનગૃહ તરફ દોડ્યા કરતું, અને તે પણ એવે સમયે કે જ્યારે સ્ત્રીનો સંગ ધર્મશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર અને વ્યવહારશાસ્ત્ર પ્રમાણે ત્યાજ્ય હતો.” ગાંધીજી લખે છે, “…શરમ–સેવાને સમયે પણ વિષયેચ્છા. એ કાળો ડાઘ હં ુ આજ સુધી ઘસી શક્યો નથી, ભૂલી શક્યો નથી.” કશુંક કરવું જોઈતું હતું તે ન કરી શકાયું અથવા જ ે કરવું જોઈતું ન હતું તે કરી દેવાયું અને માનેલા મૂલ્ય પ્રમાણે વર્તી ન શકાયું. ગાંધીજીએ તેમની શારીરિક મર્યાદાઓ — જાતીય આવેગ, વિષયાશક્તિ, ખરાબ અક્ષરો (“નઠારા અક્ષર એ અધૂરી 318

કેળવણીની નિશાની ગણાવી જોઈએ”), ખરાબ સોબતના માઠા અનુભવો (અભક્ષ્યનું ભોજન, છાનાંમાનાં બીડી પીવી, કરજ ફે ડવા સોનાના કડાનો થોડોક ભાગ વેચી દેવો, ચોરી) તેમની આત્મકથાના શરૂઆતનાં પ્રકરણોમાં જ જણાવી છે. કશુંક ચોરીછૂપીથી કરવું, વડીલો–શુભેચ્છકોને છેતરીને તેમને ન ગમતું કે પરિવાર અથવા સમાજને સ્વીકાર્ય ન હોય તે કરવું, જાહે ર વ્યવહારોમાંથી કહે વાતા આદર્શોની છટકબારીઓ શોધવી અને એના ઓઠા હે ઠળ મનમાની કર્યા કરવી, અન્યને સ્વીકાર્ય હોય કે ન હોય પણ કોઈક માની લીધેલા આદર્શના બહાના હે ઠળ મનને મનાવી તેવું વર્જ્ય કાર્ય કર્યા કરવું — આનો સ્વીકાર કરવા હિં મત હોવી જોઈએ. “હવે હં ુ પશ્ચાતાપ કરું એ શું કામ આવે? હં ુ બહુ શરમાયો” — પિતાશ્રીના મૃત્યુ સમયે સ્ત્રીના સંગમાં રહે વાની શરમ ગાંધીજીએ છુ પાવી નથી. તેમની આત્મકથામાં પ્રકરણ-10 (ધર્મની ઝાંખી)માં સર્વધર્મ સમભાવનાં મૂળ તેમના બાળપણમાં કેવી રીતે પડ્યાં તે વિશે તેમણે લખ્યું છે, તે સાથે રાજકોટમાં તેમણે કેટલીક ખ્રિસ્તી વ્યક્તિઓ વિશે જ ે જોયું ને સાંભળ્યું તે વિશે તેઓ લખે છે : “ખ્રિસ્તી ધર્મ માત્ર અપવાદમાં હતો. તેના પ્રત્યે કંઈક અભાવ થયો. તે કાળે હાઈસ્કૂલને ખૂણે કોઈ ખ્રિસ્તી વ્યાખ્યાન આપતા. તે હિં દુ દેવતાઓની ને હિં દુ ધર્મીઓની બદગોઈ કરતા. આ મને અસહ્ય લાગ્યું.” તે સમયે કોઈક જાણીતા હિં દુ (રાજકોટમાં) ખ્રિસ્તી થયા હતા તે વિશે ગાંધીજી લખે છે : “ગામચર્ચા એ હતી કે તેને ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશ કરાવવામાં આવ્યો ત્યારે ગોમાંસ ખવડાવવામાં આવ્યું ને દારૂ પિવડાવવામાં આવ્યો. …જ ે ધર્મને અંગે ગોમાંસ ખાવું પડે, દારૂ પીવો પડે, ને પોતાનો પોશાક બદલવો પડે એ ધર્મ કેમ ગણાય? આવી દલીલ મારા મને કરી. વળી જ ે ભાઈ ખ્રિસ્તી થયા [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


હતા તેણે પોતાના પૂર્વજોના ધર્મની, રીતરિવાજની અને દેશની નિંદા શરૂ કર્યાનું સાંભળવામાં આવ્યું. આ બધી વાતોથી મારા મનમાં ખ્રિસ્તી ધર્મ પ્રત્યે અભાવ પેદા થયો.” તો, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લૅન્ડના તેમના ખ્રિસ્તી સંપર્કોની ખૂબ પ્રશંસા પણ કરી છે. તેમણે તેમની આત્મકથાના ભાગ બીજામાં દક્ષિણ આફ્રિકામાં તેમના આવા સંપર્કો અને અનુભૂતિઓ વિશે ત્રણ પ્રકરણો લખ્યાં છે : પ્રકરણ 11 ખ્રિસ્તી સંબંધો; પ્રકરણ 15 ધાર્મિક મંથન; અને પ્રકરણ 22 ધર્મનિરીક્ષણ. તેમાં, ખ્રિસ્તી સંબંધોના પ્રકરણમાં ખ્રિસ્તી ધર્મ પાપનાં પરિણામોમાંથી મુક્તિ અપાવે છે તે વિશે તેમનો પ્રતિભાવ આપતાં લખે છે, “હં ુ પાપના પરિણામથી મુક્તિ નથી માગતો. હં ુ તો પાપવૃત્તિમાંથી, પાપી કર્મમાંથી મુક્તિ માગું છુ .ં તે ન મળે ત્યાં લગી મારી અશાંતિ મને પ્રિય રહે શે.” સાંપડતી નિરાશા અથવા કરે લા કૃ ત્યના છેડ ે આવતી નિરાશાનો સ્વીકાર કરવો અને તેમાંથી મુક્ત થવાનો સતત પ્રયાસ કરતા જ રહે વું એટલે જ સત્યના પ્રયોગો. બોલેલા બોલથી કે કરે લાં કૃ ત્યથી લજ્જિત થવું પડે એટલે જ શરમ અનુભવવી. રાજકોટમાં મિત્રના કુ છદં ે ચડેલા મોહનદાસ ‘લાલ બત્તી’વાળા વિસ્તારમાં લટાર મારી આવેલા. માતાપિતાને છેતરીને માંસાહાર કરે લો. બીજુ ં માંસાહાર છોડ્યો છતાં તેમણે મિત્રતા ક્યાં છોડી હતી? ગાંધીજી લખે છે, “હં ુ સુધરવા નીકળેલો પોતે જ અભડાયો ને અભડાયાનું મને ભાન સરખું ન રહ્યું.” આત્મકથા, ભાગ એક પ્રકરણ (દુઃખદ પ્રસંગ – 2)માં ગાંધીજી લખે છે, “તે જ સંગને લઈને હં ુ વ્યભિચારમાં પણ પડત. એક વેળા મને આ ભાઈ વેશ્યાવાડમાં લઈ ગયા. ત્યાં એક બાઈના મકાનમાં મને યોગ્ય સૂચનાઓ આપીને મોકલ્યો. મારે કંઈ તેને પૈસા વગેરે આપવાના નહોતા. હિસાબ થઈ ચૂક્યો હતો. नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

મારે તો માત્ર ગોઠડી કરવાની હતી.” “હં ુ મકાનમાં પુરાયો તો ખરો. પણ જ ેને ઈશ્વર ઉગારવા ઇચ્છે તે પડવા ઇચ્છતો છતાં પવિત્ર રહી શકે છે. આ કોટડીમાં હં ુ તો આંધળો જ થઈ ગયો. મને બોલવાનું ભાન ન રહ્યું. શરમનો માર્યો સ્તબ્ધ થઈ એ બાઈની પાસે ખાટલા ઉપર બેઠો, પણ બોલી જ ન શક્યો. બાઈ ગુસ્સે થઈ ને મને બેચાર ‘ચોપડી’ને દરવાજો જ બતાવ્યો.” એ જ ગાંધીજી, પોતાની શરમજનક હાલત બતાવીને કહે છે : “જ ેમ ન પડવાનો પ્રયત્ન કરતો છતાં મનુષ્ય પડે છે એવું આપણે અનુભવીએ છીએ, તેમ જ પડવા ઇચ્છતો છતાં અનેક સંજોગોને કારણે મનુષ્ય બચી જાય છે એ પણ અનુભવસિદ્ધ વાત છે. આમાં પુરુષાર્થ ક્યાં છે, દૈવ ક્યાં છે અથવા નિયમોને વશ વર્તીને મનુષ્ય છેવટે પડે છે અથવા બચે છે, એ પ્રશ્નો ગૂઢ છે. તેનો ઉકેલ આજ લગી થયો નથી અને છેવટનો નિર્ણય થઈ શકશે કે નહીં એ કહે વું કઠિન છે.” જ ે શબ્દ (અને તે થકી તર્ક)થી સમજાવી શકાતું નથી તે હં મેશાં ગૂઢ લાગે. તેમણે, તેમના ‘ધણીપણું’ વિશે પણ ભાગ પહે લાના ચોથા પ્રકરણમાં એ જ શીર્ષકથી લખ્યું છે. કસ્તૂરબાઈ નિરક્ષર હતાં એ વિશે ગાંધીજીને હં મેશાં ખટકો રહે તો. ‘તેને ભણાવવાની મને ઘણી હોંશ હતી. પણ મારી વિષયવાંછના મને ભણાવવા ક્યાંથી દે? એક તો મારે પરાણે ભણાવવું રહ્યું. તે 319


પણ રાત્રે એકાંતે જ થઈ શકે. વડીલોના દેખતાં તો સ્ત્રીના ભણી જોવાય જ નહીં. વાત તો થાય જ શાની? કાઠિયાવાડમાં લાજ કાઢવાનો નકામો અને જંગલી રિવાજ ત્યારે હતો, આજ ે પણ ઘણે ભાગે મોજૂ દ છે. એટલે ભણાવવાના સંજોગો પણ મારે સારુ પ્રતિકૂ ળ. તેથી જુ વાનીમાં મેં ભણાવવાના જ ેટલા પ્રયત્નો કર્યા તે બધા લગભગ નિષ્ફળ ગયા એમ મારે કબૂલ કરવું જોઈએ. જ્યારે હં ુ વિષયની ઊંઘમાંથી જાગ્યો ત્યારે તો હં ુ જાહે ર જીવનમાં ઝંપલાવી ચૂક્યો હતો.” ગાંધીજીએ ‘ધણીપણું’ અન્ય પ્રસંગોએ બજાવ્યાનું પણ કબૂલ્યું છે. ‘પોતાને જ ે ગમે ના તે અન્ય પ્રત્યે ન આચરો’ એવું કંઈ ગાંધીજી થોડા હં મેશાં માનતા હતા? અને જ્યારે પોતાની માન્યતાથી પ્રતિકૂ ળ અન્ય વ્યક્તિ બોલે કે આચરણ કરે ત્યારે ગાંધીજી ક્રોધી બની જતા—પોતાનું ધાર્યું થતું ન હોય અને છતાં તેવું થતું જોવું પડતું હોય ત્યારે વ્યક્તિ શરમજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમના નિવાસસ્થાને વિવિધ ધર્મોં પાળનારા આવતા રહે , રહે પણ ખરા. ત્યારે , તેમની સૂવાની ઓરડીમાં પેશાબ કરવાનું પાત્ર રહે . જ ેઓ જાણતા હોય તેઓ સવારે તે ઠાલવી દે ને સાફ પણ કરી દે. જ ે તેવું જાણતા ન હોય તે પેશાબને એમ જ રહે વા દે. એકવાર બન્યું કે પાત્ર ભરાયેલું હતું અને ગાંધીજીની ઇચ્છા કસ્તૂરબાઈ તે સાફ કરી દે. કસ્તૂરબાઈએ સાફ ‘ના’ પાડી દીધી. અડધી રાત્રે ગાંધીજીએ, તેમને ઢસડીને વાડામાં કાઢી મૂક્યાં. ત્યારે , કસ્તૂરબાઈ આંખમાં ઝળઝળિયાં સાથે એટલું જ બોલ્યાં : ‘લાજો, જરા લાજો! આ અંધારી રાત્રે ક્યાં જાઉં ને, અહીં મારું છે પણ કોણ?’ ક્યારે ક એવું પણ બને કે, વ્યક્તિએ અન્ય વ્યક્તિને કશીક વાતનો સધિયારો આપ્યો હોય. વિલાયત જતાં પૂર્વે મા પૂતળીબાઈને સ્ત્રીસંગ, મદિરા, માંસ ભક્ષણથી 320

દૂર રહે વાનું વચન આપેલું. વિલાયતમાં, શરમાવનારા પ્રસંગો બન્યા. દેશ કરતાં અહીં માહોલ જુ દો હતો, સ્ત્રી-પુરુષ સંબંધોમાં અજુ ગતું કશું ન લેખાય. ત્યાંની યુવાન છોકરીઓની “મોહિની માયામાં આપણા જુ વાનો ફસાયા હતા. અંગ્રેજોને સારુ ગમે તેવી નિર્દોષ છતાં આપણે સારુ ત્યાજ્ય સોબતને ખાતર તેઓએ અસત્યાચરણ પણ પસંદ કર્યું. આ જાળમાં હં ુ પણ સપડાયો. હં ુ પણ પાંચ-છ વર્ષ થયાં પરણેલો હોવા છતાં અને એક દીકરાનો બાપ છતાં, મને કુંવારા તરીકે ગણાવતાં ન ડર્યો!” (ભાગ પહે લો : અસત્યરૂપી ઝેર) અને છેવટે, તેમણે ઘરધણિયાણી આગળ પત્રથી હકીકત લખી દીધી : “મારે ઉમેરવું જોઈએ કે હં ુ બાળવયે પરણેલો છુ ં અને મારે એક દીકરો પણ છે. આ વાત તમારી પાસે ઢાંક્યાને સારું હવે મને દુઃખ થાય છે. પણ સત્ય કહી દેવાની હવે મને ઈશ્વરે હિં મત આપી, તેથી મને આનંદ થાય છે. મને માફ કરશો?” ગાંધીજીએ તેમનામાં ‘અસત્યનું ઝેર ભરાઈ ગયું હતું’ તે કબૂલ્યું. એવો જ એક પ્રસંગ પ્રકરણ – 21 ‘નિર્બલ કે બલ રામ’માં તેમણે વર્ણવ્યો છે. તેઓ વિલાયતના તેમના વસવાટના છેલ્લા વર્ષે, એટલે કે 1890માં પોર્ટસ્મથમાં અન્નાહારીઓના સંમેલનમાં ગયા હતા. ખલાસીઓના બંદરમાં ‘દુરાચરણી’ સ્ત્રીઓ ન હોય તો જ નવાઈ, સારું ઠામ-ઠેકાણું શોધી કાઢ્યું. ગાંધીજી લખે છે: “રાત પડી અમે સભામાંથી ઘેર આવ્યા. જમીને પાનાં રમવાં બેઠા. વિલાયતમાં સારાં ઘરોમાં પણ આમ મહે માનોની સામે ગૃહિણી પાનાં રમવા બેસે. પાનાં રમતાં નિર્દોષ વિનોદ સહુ કરે . અહીં બીભત્સ વિનોદ શરૂ થયો. મારા સાથીઓ તેમાં નિપુણ હતા તે હં ુ નહોતો જાણતો. મને આ વિનોદમાં રસ પડ્યો. હં ુ પણ ભળ્યો. વાણીમાંથી ચેષ્ટામાં ઊતરી પડવાની તૈયારી હતી પાનાં એક કોરે રહે વાની તૈયારીમાં હતાં. પણ મારા ભલા સાથીના [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


વણઝાર ચાલી આવતી હોય. જતનથી ઉછેરેલા છોડને કોઈ ઊખેડી જતું હોય અને તેને અટકાવી ન શકીએ એવી લાચારી મનને ઘેરી વળતી હોય, એક સમયે સૌ કોઈ સાથે હોય ને એકલાઅટૂ લા પડી જવાની વેળા પણ આવે. અહીં ગાંધીજીના જીવનનાં શરૂઆતનાં કેટલાંક વર્ષોના કેટલાક પ્રસંગો જ લીધા છે. તેમાંથી રે ખાને આગળ વધારીને જાન્યુઆરી 30, 1948 સુધી લઈ જવાય. ક્યારે ક અવસર આવ્યે એ વાતો વાગોળવી ગમશે. અહીં, આ ગાંધીજીની આત્મકથા અથવા સત્યના પ્રયોગોમાં છેલ્લે આવતી પૂર્ણાહુતિના છેલ્લા ફકરાથી અટકીશું. “પણ આ શુદ્ધિનો માર્ગ વિકટ છે એમ હં ુ તો પ્રતિક્ષણ અનુભવું છુ .ં શુદ્ધ થવું એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકાર થવું, રાગદ્વેષાદિરહિત થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતા છતાં હં ુ પહોંચ્યો નથી, તેથી લોકની સ્તુતિ મને ભોળવી શકતી નથી, એ સ્તુતિ ઘણી વેળા ડંખે છે. મનના વિકારોને જીતવા જગતને શસ્ત્રયુદ્ધથી જીતવા કરતાંયે મને કઠિન લાગે છે. હિં દુસ્તાનમાં આવ્યા પછી પણ હં ુ મારામાં સંતાઈ રહે લા વિકારોને જોઈ શક્યો છુ ,ં શરમાયો છુ ,ં પણ હાર્યો નથી. સત્યના પ્રયોગો કરતાં મેં રસ લૂંટ્યો છે, આજ ે લૂંટી રહ્યો છુ .ં પણ હં ુ જાણું છુ ં કે મારે હજુ વિકટ માર્ગ કાપવાનો છે. તેને સારુ મારે શૂન્યવત્ બનવાનું છે. મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સહુથી છેલ્લો ન મૂકે ત્યાં લગી તેની મુક્તિ નથી. અહિં સા એ નમ્રતાની પરાકાષ્ટા છે. અને એ નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એ અનુભવસિદ્ધ વાત છે. એ નમ્રતાની પ્રાર્થના કરતો, તેમાં જગતની મદદ યાચતો અત્યારે તો આ પ્રકરણોને બંધ કરું છુ .ં

મનમાં રામ વસ્યા. તે બોલ્યા, ‘અલ્યા, તારામાં આ કળજુ ગ કેવો! તારું એ કામ નહીં. તું ભાગ અહીંથી’ “હં ુ શરમાયો. ચેત્યો. હૃદયમાં આ મિત્રનો ઉપકાર માન્યો. માતાની પાસે લીધેલી પ્રતિજ્ઞા યાદ આવી. હં ુ ભાગ્યો…” બૅરિસ્ટર થઈ ગાંધીજી મુંબઈ આવ્યા. પોતે જ લખે છે : “બારિસ્ટરી મને વસમી લાગવા માંડી. આડંબર ઘણો, આવડત થોડી. જવાબદારીનો ખ્યાલ મને કચડવા લાગ્યો (આત્મકથા, ભાગ બીજો : પ્રકરણ-3 પહે લો કેસ) પહે લા કેસની બ્રીફના રૂા. 30 મળ્યા. કેસ સાધારણ હતો તેથી એક દિવસથી વધારે ચાલે તેમ ન હતો. ગાંધીજી લખે છે: “સ્મૉલ કૉઝ” કોર્ટમાં પહે લવહે લો દાખલ થયો. હં ુ પ્રતિવાદી તરફથી હતો. એટલે મારે ઊલટતપાસ કરવાની હતી. હં ુ ઊભો તો થયો પણ પગ ધ્રૂજ ે, માથું ફરે . મને લાગે કે કોર્ટ ફરે છે. સવાલ પૂછવાનું સૂઝે જ નહીં. જજ હસ્યો હશે. વકીલોને તો ગમ્મત પડી જ હશે. પણ મારી આંખને ક્યાં કંઈ જોવાપણું હતું! “હં ુ બેઠો. દલાલને કહ્યું, ‘મારાથી આ કેસ નહીં ચલાવાય, પટેલને રોકો. મને આપેલી ફી પાછી લો.’ પટેલને તે જ દહાડાના એકાવન રૂપિયા આપી રોક્યા. તેમને તો રમતવાત હતી.” “હં ુ નાઠો. મને યાદ નથી કે અસીલ જીત્યો કે હાર્યો. હં ુ શરમાયો.” અનુભવથી શીખાય. ભૂલ થાય તો તે સુધારવાને અવકાશ મળે. ક્ષોભજનક પરિસ્થિતિ વચ્ચે દયાજનક સ્થિતિમાં પણ મુકાવું પડે. નિરાશાનાં અનેક સ્વરૂપો હોય, નફરત, અનાસક્તિ, વૈરાગ, વગેરે. સેવેલા મનોરથો ધૂળધાણી થતા જોવા પડે, જીવનભરનું કર્યું કરાવ્યું વેરવિખેર થતું જાય, આદર્શોની ઇમારતો ખંડરે બનતી જાય, જીવન હોડમાં મુકાય ત્યાં સુધી તાવણી કરનારા પ્રસંગોની

[આરપાર, ઑક્ટો. 2006] 

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

321


ગાંધીવિચારો આજે કેટલા પ્રસ્તુત? ચંદુ મહે રિયા

ગાંધીજીના સાર્ધ શતાબ્દી વરસે ફરી એકવાર

ગાંધીવિચારોની પ્રસ્તુતતા કેટલી એવો સવાલ ઊઠવો સ્વાભાવિક છે. બમ્બઈયા ફિલ્મોના ‘મુન્નાભાઈ’ના ગાંધીવિચારો નવી પેઢીને આકર્ષે છે તેમાં ગાંધીની પ્રસ્તુતતા જોઈ શકાય. એમ તો થોડાં વરસો પહે લાં પચાસેક નોબલ પુરસ્કૃતોએ એક જાહે ર નિવેદન થકી દુનિયા માટે એક અને એક માત્ર ગાંધી જ પ્રસ્તુત હોવાનું જણાવ્યું જ હતું ને?

ગાંધીવિચાર : માત્ર વિચાર નહીં, આધાર બૅરિસ્ટર ગાંધી દક્ષિણ આફ્રિકા જાય છે તો વકીલાત સારુ પણ મેરિત્સબર્ગ સ્ટેશને છતી ટિકિટે માત્ર હિં દી હોવાના કારણે જ રં ગભેદનો ભોગ બની ફં ગોળાય છે અને એક સત્યાગ્રહી બની ભારત પરત આવે છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના આ સુકાની મુંબઈ પહોંચે તે પૂર્વે તેમની સફળતાની ગાથાઓ પહોંચી ચૂકી હોય છે. મુંબઈમાં એમના જાહે ર સત્કાર વખતે એકઠી થયેલી મેદનીમાં એક પારસી સ્ત્રીને ગાંધીમાં, બૅરિસ્ટર ગાંધીમાં, ‘આ તો આપણો ઢનો દરજી’ ભળાય છે એ એમની સફળતા હતી. ગાંધીહત્યા પછી ‘આવો હાડચામનો માણસ આપણી વચ્ચે સહે દે જીવતો હતો એવું ભવિષ્યની પેઢી માનશે નહીં’ એવાં અમર અંજલિવચનો આઇન્સ્ટાઇને આપ્યાં હતાં. પણ એ તો ગાંધી, મહાત્મા બન્યા અને નિર્વાણ પામ્યા તે વખતના, ગાંધી ગુરુ ગોખલેએ ઈ. સ. 1909ના કૉંગ્રેસના લાહોર અધિવેશનમાં ગાંધીજીની ઓળખાણ, “આના કરતાં વધારે પવિત્ર, વધારે બહાદુર, વધારે ઉન્નત આત્મા આ ધરતી ઉપર આજ સુધી વિચર્યો નથી”—એ શબ્દોમાં આપી હતી. 322

ગાંધીજીના વિચારોનું રહસ્ય એ વાતમાં રહ્યું છે કે, તેમના વિચારો આચારમાં પરિણમ્યા છે. ‘વિચાર’ અને ‘આચાર’ નોખા નથી. ગાંધીનું ચારિત્ર એ જ તેમના વિચારો રહ્યા છે. ગાંધીજીએ તેમના આ વિચારો કોઈ પુસ્તકમાંથી નહીં જીવનની પાઠશાળામાંથી જ મેળવ્યા છે. ‘મારું જીવન એ જ મારી વાણી’ કહે તાં ગાંધીજીએ “મને સર્વકાળે એકરૂપ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છુ .ં … પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જ ેવું જણાય ત્યારે , જો તેને મારાં ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને” એવી સ્પષ્ટતા છેક 30મી એપ્રિલ, 1933ના હરિજનબંધુમાં કરી દીધી હતી.

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સત્ય : ગાંધીવિચારનું ઉત્તુંગ શિખર સમગ્ર ગાંધીવિચારને જો કોઈ બે કે ત્રણ શબ્દોમાં વર્ણવવા હોય તો સત્ય, અહિં સા અને સાધનશુદ્ધિ એમ કહી શકાય. આજ ે જ્યારે ગાંધીની પ્રસ્તુતતા કે અપ્રસ્તુતતાની ચર્ચા થાય છે ત્યારે ગાંધીવિચારનું પ્રમુખ તત્ત્વ ‘સત્ય’ કે સત્ય માટેનો ગાંધીઆગ્રહ એવા “સત્યાગ્રહ”ને પ્રથમ મૂલવવો રહ્યો. ગાંધીજીનો ‘સત્ય’ માટેનો આગ્રહ કે સત્ય માટેની શોધ એ જીવનભર એમની મથામણ રહી છે. શું ‘સત્ય’ જ ેવું શાશ્વત મૂલ્ય ક્યારે ય અપ્રસ્તુત ગણાય ખરું? ‘હં ુ પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છુ ’ં એમ કહે નાર ગાંધીજી માટે સત્ય એ માત્ર કોઈ સ્થૂળ વાચાનું સત્ય નથી. એ જ ેમ વાચાનું સત્ય છે તેમ વિચારનું પણ છે જ. મૂળભૂત રીતે ધાર્મિક કે આધ્યાત્મિક એવા ગાંધીજી માટે ‘સત્ય’ એ જ ઈશ્વર છે. એટલે જ તે ‘મરતાં પણ સત્ય ન છોડવું’ એમ કહી શકે છે. “ભલે મારા જ ેવા અનેકોનો ક્ષય થાઓ. પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂ કં ો ન બનો.” એવી ગાંધીવાણી અજર-અમર જ રહે વાની અને તેની પ્રસ્તુતતા ક્યારે ય નહીં ઘટવાની. ગાંધીજીએ એમના એકાદશવ્રતમાં સત્યને પ્રથમ સ્થાન આપ્યું છે. આજ ે અંગત અને જાહે રજીવનમાં જ્યારે જૂ ઠની બોલબાલા હોય ત્યારે સત્યની પ્રતિષ્ઠા થવી ખૂબ જ જરૂરી છે.

અહિંસા : અનોખો ગાંધીવિચાર જ ેનો સૂર્ય ક્યારે ય આથમવાનો નથી એવા બ્રિટિશ શાસનને ગાંધીજીએ, ‘સાબરમતીના સંતે’, ‘બિના ખડગ, બિના ઢાલ’ નમાવ્યું તેના મૂળમાં ગાંધીજીનો ‘અહિં સા’નો વિચાર રહ્યો છે. આપણા રાજકારણમાં, જાહે રજીવનમાં અરે સમગ્ર સ્વાતંત્ર્ય આંદોલનમાં ગાંધીજીએ અહિં સાના જોરે જ સફળતા नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

મેળવવા ભાર મૂકેલો. ગાંધીજીએ અંગ્રેજોની બેરહમ હિં સા સામે ઉંહકારો પણ કર્યા સિવાય, કશા જ પ્રતિકાર વિના, માત્ર ને માત્ર અહિં સા દ્વારા જ સમગ્ર આઝાદીની લડત ચલાવી. બબ્બે વિશ્વયુદ્ધો કે લાંબા ગાળાનાં ઠંડાં યુદ્ધો, પરમાણુ-અણુબૉમ્બથી માંડીને અત્યાધુનિક શસ્ત્રોથી દેશ અને દુનિયા સજ્જ હોય, સર્વત્ર હિં સા અને યુદ્ધની જ બોલબાલા હોય ત્યારે ગાંધીજીના અહિં સાના પ્રયોગો દુનિયામાં આજ ે પણ ક્યાંક ને ક્યાંક અજમાવાય છે અને તે સફળ પણ થતા રહ્યા છે. દેશના જુ દા જુ દા ખૂણે મહિલાઓના દારૂબંધી આંદોલન હોય કે સુંદરલાલ બહુગુણાનું ચીપકો આંદોલન, પૂર્વોત્તર હોય કે પશ્ચિમના દેશો આજ ે પણ એવા ઘણાં જૂ થો દુનિયામાં કાર્યરત છે; જ ે માત્ર ને માત્ર અહિં સક માર્ગે જ પોતાના કાર્યક્રમો યોજ ે છે અને સફળ પણ થાય છે. માર્ટિન લ્યૂથર કિંગ, નેલ્સન મંડલ ે ા કે આંગ સાન સૂકીની લડતમાં ગાંધીજીની ‘અહિં સા’ના વિચારનો સિંહફાળો હતો તે તો હવે દુનિયા સ્વીકારે જ છે. ગાંધીજી માટે અહિં સા એ કોઈ આંદોલન પૂરતો મુદ્દો નહોતો એટલે જ એ કહે તા કે, “માણસ બીજાઓ સાથેના પોતાના વ્યવહારમાં અહિં સાનું આચરણ નહીં અને મોટી બાબતોમાં એનો પ્રયોગ કરવાની આશા રાખે તો તે ભીંત ભૂલે છે. માણસ પોતાના જ મંડળમાં અહિં સક રહે ને બહાર હિં સક રહે એ ન બની શકે. વ્યક્તિને અહિં સાની તાલીમ લેવાની જરૂર હોય, તો રાષ્ટ્રને તો એવી તાલીમ લેવાની જરૂર એથી પણ વધારે રહે છે.” ગાંધીજીની અહિં સા એ માત્ર વ્યક્તિગત આચરણનો મુદ્દો ન રહે તાં તે સામૂહિક આચરણનો મુદ્દો પણ બની શકે તેમ છે. ગાંધીજી તો હિં સા અને અહિં સાના દ્વંદ્વમાં અહિં સા જ વિજયી બને 323


તેવું દૃઢપણે માનતા અને અહિં સક રાજ્ય કે અહિં સક સમાજરચના તે તેમનું સ્વપ્ન હતું. જો ‘અહિં સા’નો એક મૂલ્ય તરીકે વ્યક્તિગત જીવનમાં સ્વીકાર થાય તો તે રાષ્ટ્રીય મૂલ્ય પણ આપોઆપ બની શકે. ગાંધીજીએ એમના અહિં સાના બળે તો ભારત વિભાજન વખતની કોમી આગને ઠારી હતી, નોઆખાલીમાં ગાંધીજીનું એક વ્યક્તિનું લશ્કર જ ે કરી શક્યું તે હજારોનું શસ્ત્રબદ્ધ સૈન્ય પણ ન કરી શક્યું, અહીં જ ગાંધીજીની અહિં સાની તાકાત દેખાઈ હતી. જ્યાં સુધી ગાંધીજીની અહિં સાનો સવાલ છે તેઓ ડરપોક કે નામર્દ સમાજ પણ ઇચ્છતા નહોતા. તેમણે નામર્દાઈ અને હિં સામાંથી પસંદગી કરવાની આવે તો પોતે હિં સાની જ પસંદગી કરશે એમ સ્પષ્ટ જણાવ્યું હતું. સ્વમાન ખાતર, સ્વાભિમાન ખાતર તે માયકાંગલું બનીને, હાથ જોડીને ઊભું રહે તેવું રાષ્ટ્ર પસંદ નહોતા કરતા; પણ ઇજ્જતની રક્ષા ખાતર હથિયાર ઉઠાવે તે વાતની તરફે ણ કરતા હતા. જોકે આજની સરકારો જ ે રીતે પડોશી દેશો સાથે કાયમ સાવધાનની મુદ્રામાં જ રહે છે અને જંગી સંરક્ષણ બજ ેટ ફાળવે છે ત્યારે ગાંધીજીની અહિં સા કસોટીની સરાણે છે.

સાધનશુદ્ધિ : દૂજો ન કોઈ ગાંધીજી માટે સાધ્ય જ ેટલું જ મહત્ત્વ સાધનનું પણ હતું. ગાંધીવિચારનો અર્ક આ સાધનશુદ્ધિના ખ્યાલમાં રહે લો છે. જ્યારે અસહકારનું આંદોલન એની ચરમસીમાએ હોય ત્યારે ચૌરીચૌરામાં સિપાઈને જીવતા જલાવી દેવાનું કૃ ત્ય લોકો આચરે તે ગાંધીજી સહન કરી શક્યા નહોતા. તમામ દેશનેતાઓની વિનંતી છતાં તેમણે ચૌરીચૌરાની હિં સાને માફ કરી નહોતી અને આંદોલન મોકૂ ફ રાખી દીધું હતું. સાધનશુદ્ધિ માટેનો ગાંધીજીનો 324

અણિશુદ્ધ આગ્રહ તેમનાં આ પગલાંમાં દેખાય છે. ગાંધીજી સિદ્ધિ કરતાં સાધનને વધુ મહત્ત્વ આપતા હતા અને સિદ્ધિ પર નહીં સાધન પર માનવીનો અંકુશ છે એટલે તે તો શુદ્ધ જ હોવાં જોઈએ તેમ માનતા હતા. આઝાદીનું આંદોલન ચૌરીચૌરીના મોટા બનાવ ઉપરાંત અનેક નાનીમોટી સાધનશુદ્ધિના અભાવથી ભળેલું હતું જ. પણ ગાંધીજીના વિરાટ વ્યક્તિત્ત્વ થકી તે ઢંકાયેલું રહ્યું કે પછી ગાંધીજીને જાણ થતાં તેનો સ્વીકાર થઈ શક્યો.

એકાદશવ્રત : ગાંધીવિચારનો અનોખો અધ્યાય આપણી શાળા-કૉલેજોમાં ગાંધીના એકાદશવ્રતને રોજની પ્રાર્થનાઓમાં સ્થાન મળ્યું છે. પણ એ એકાદશવ્રત જાણે કે ઠાલું રટણ જ રહ્યું છે અને તેના અમલ માટે ભાગ્યે જ આપણે સજાગ હોઈએ છીએ. ગાંધીજીનાં અગિયાર વ્રતો ગાંધીવિચારના આચરણની ગુરુચાવી છે. તેમનાં આ વ્રતો પાછળ તેઓ ધર્મઆધ્યાત્મનું બળ પણ ઉમેરે છે. સત્યઅહિં સા જ ેવાં મૂલ્યોની સાથે જ ગાંધીજીને બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્વાદ, અભય જ ેવાં મૂલ્યો પણ સ્થાપવાં છે. તેઓ વ્યક્તિગત જીવન અને જાહે રજીવન બંનેમાં સર્વધર્મસમભાવ, આભડછેટનો વિરોધ, સ્વદેશી જ ેવાં વ્રતોનો માત્ર મહિમા જ નથી કરતા તેના આચરણના રસ્તા પણ શીખવાડે છે. આ વ્રતો અને તેમના અન્ય વિચારોના અમલ માટે ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો ઘડી કાઢ્યા હતા. ગાંધીજી તેમના રચનાત્મક કાર્યક્રમોને તેમના આઝાદી આંદોલનની રાજકીય લડત જ ેટલું જ મહત્ત્વ આપતા હતા. ગાંધીજીના વિચારોના જ પ્રતાપે ભારતમાં રાજકીય લડતોની સાથે જ સમાજસુધારણાનાં આંદોલનો પણ ચાલ્યાં. આજની [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સરકારો અને રાજકીય પક્ષો સામાજિક સુધારણા માટેના કાયદાઓ ઘડીને બેસી રહે છે. પણ ગાંધીજીને કાયદા ઉપરાંત સમાજ-સુધારણાના આંદોલનમાં પણ રસ હતો; અને તેઓ તેમના સમાજસુધારણાનાં આંદોલનો થકી વ્યક્તિના માનસપલટામાં માનતા હતા.

ગાંધીજીના આર્થિક વિચારો જ્યારે દુનિયામાં નવી અર્થનીતિ છવાયેલી હોય અને વૈશ્વિકીકરણ, ઉદારીકરણ, ખાનગીકરણની બોલબાલા હોય ત્યારે ગાંધીજીનું અર્થશાસ્ત્ર કેટલું સાર્થક બની રહે તે પ્રશ્ન ગાંધીવિચારોની પ્રસ્તુતતામાં સૌથી મોટો છે. ગાંધીજીએ તેમના અર્થકારણને ગ્રામકેન્દ્રી કે માનવકેન્દ્રી બનાવ્યું હતું. મોટા અને ભારે ઉદ્યોગો કે યંત્રોના વધુ પડતા વપરાશના તેઓ વિરોધી હતા. ગાંધીજીના આર્થિક વિચારોમાં સ્વદેશી, ગ્રામોદ્યોગો, ટ્રસ્ટીશિપ, વિકેન્દ્રીકરણ જ ેવી બાબતો પ્રમુખ છે. અંગ્રેજોની સામે લડત કરવા તેમણે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વદેશીનો સ્વીકારનું શસ્ત્ર અજમાવ્યું હતું. પણ આઝાદ ભારતમાં અને નવી અર્થનીતિમાં અને દુનિયા જ્યારે ગ્લોબલ વિલેજ બની ગઈ હોય ત્યારે ગાંધીનો સ્વદેશીનો ખ્યાલ કોઈને સરળતાથી ગળે ન ઉતરે તેવો છે. જોકે આજ ે ગાંધીજીના સ્વદેશીના વિચારને કોઈ नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

સંકુચિત દૃષ્ટિથી ન વિચારતાં દેશહિત અને આંતરરાષ્ટ્રીયતાના સંદર્ભે પણ વિચારવો જોઈએ. જ ે અનાજ, ચીજવસ્તુઓ દેશમાં પાકતી હોય અને દેશ-જનતા તેનો અભાવ વેઠતી હોય તે ચીજવસ્તુઓ થોડા ડૉલર-પાઉન્ડના માટે વિદેશ ભેગી થાય તેવી નિકાસ ચલાવી ન લેવાય. એ જ રીતે દેશની ઉત્તમ ચીજવસ્તુ, અનાજ, પરદેશ ભેગું કરાય અને વિદેશોની ઊતરતી વસ્તુઓ દેશમાં પધરાવાય તેવી આયાતો પણ ન ચાલે. એટલું સાફ સત્ય જો સમજાય તો પછી ગાંધીજીના સ્વદેશીનો ખ્યાલ પણ આપોઆપ સમજાઈ જશે. ગાંધીજીને યંત્રોના વિરોધી માનવામાં આવે છે પણ સાવ એવું નથી. એપેન્ડિક્સ થયું ત્યારે કુ દરતી ઉપચાર અજમાવવાને બદલે હોસ્પિટલ ભેગા થઈ ઓપરે શન કરાવનાર ગાંધી નવી ટેક્‌નિક કે આધુનિક જ્ઞાન અને યંત્રસામગ્રીના વિરોધી હરગિઝ ન હોઈ શકે. તેઓ કરોડો હાથ બેકાર હોય ત્યારે યંત્રોથી થોડાક લોકોને રોજી મળે અને બેકારી યથાવત્ રહે તેવાં યંત્રોના બેફામ ઉપયોગના વિરોધી હતા. ગાંધીના જ પ્રતાપે આપણે ત્યાં નાના અને મધ્યમ ઉદ્યોગો વિકસ્યા છે. રેં ટિયો અને ખાદી પણ ગાંધીજીના આર્થિક વિચારોનું કેન્દ્ર છે, પણ ખાદીનો સંબંધ ગાદી સાથે સંકળાયો અને રેં ટિયો દેખાડાનું પ્રતીક બની ગયો ત્યારથી આ બંને આર્થિક સાધનોએ તેમની પ્રસ્તુતતા ગુમાવી દીધી છે. આજ ે ખાદી એ શઠ રાજકારણીનો પોશાક બની છે અને રેં ટિયો ગાંધીની પાઠશાળાઓનો ક્રિયાકાંડ બની 325


રહ્યો છે. પણ ગાંધીજીએ આઝાદીની લડતમાં વિદેશી વસ્તુઓના ત્યાગ સાથે તેના વિકલ્પમાં રેં ટિયો અને ખાદીને સફળતાપૂર્વક અજમાવ્યા હતા. ગાંધીજીના આર્થિક વિચારની અન્ય એક મહત્ત્વની બાબત તે તેમનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત છે. ગાંધીજી શ્રમિકોના પરિશ્રમથી પેદા થતો નફો માલિકના એશઆરામ માટે વપરાય તે સ્વીકારી શકતા નહોતા. એટલે તેમણે માલિકોને તેઓ જ ેમ કુ ટુબ ં ના તેમ વેપાર-ઉદ્યોગના માત્ર ટ્રસ્ટી કે વાલી છે તેવું વલણ દાખવવા જણાવ્યું હતું. ગાંધીજી તેમના આ વાલીપણાના સિદ્ધાંત દ્વારા માલિકોના મનમાં રહે લો મજૂ રો પ્રત્યેતો દીનભાવ તો દૂર કરવા માગતા જ હતા. પણ સાથે સાથે માલિકોને પણ તેમનું સ્થાન બતાવી દેવા માગતા હતા. ગાંધીજીનો આ વિચાર બહુ વ્યવહારુ અને અમલી બની શક્યો નહીં પણ તેથી તેનું મહત્ત્વ જરાય ઓછુ ં આંકી શકાય તેવું નથી. ટ્રસ્ટીશિપ મારફતે ગાંધીજી આર્થિક સમાનતા સ્થાપી અહિં સક અર્થકારણ ફે લાવવા માગતા હતા. માલિકોને સંપત્તિના માલિક નહીં પણ માત્ર રખેવાળ માનવા તેમાં ગાધીજીમાં રહે લો ક્રાંતિકારી સમાનતાશીલ દેખાય છે. ગાંધીજી શરીરકામને કોઈ ઊતરતું મૂલ્ય માનતા નહોતા પણ તેમણે તેનો સવિશેષ મહિમા કર્યો છે. જ્યારે અર્થશાસ્ત્રના પ્રૉફે સર કૃ પાલાની અધ્યાપકની નોકરી છોડી ગાંધીના ગુલામ બનવા આવે છે ત્યારે ગાંધી તેમને પહે લું કામ કસ્તૂરબા સાથે રસોડાનાં મોટા તપેલાં ઊંચકવાનું સોંપે છે. પાયખાનાની સફાઈથી માંડીને જાતમહે નતનું જ ે મહત્ત્વ ગાંધીજીએ આઝાદી આંદોલનમાં સ્થાપિત કરી આપ્યું હતું તે જો જળવાઈ રહ્યું હોત તો આજ ે જ ે નવો બેઠાડુ વર્ગ પેદા થયો છે તેમાંથી દેશમુક્ત થઈ શક્યો હોત. 326

આભડછેટ નાબૂદી : તાકીદની ગાંધીગીરી આઝાદીના આંદોલનમાં ગાંધીજીએ ભારતના તમામ જાતિ, કોમ, ધર્મ, લિંગના લોકોને સાંકળ્યા હતા. તે દરમિયાન જ તેમને ભારતમાં પ્રવર્તતી આભડછેટની તીવ્રતાનો ખ્યાલ આવ્યો. ગાંધીજીએ તેમના એકાદશવ્રતમાં તેમ જ રચનાત્મક કાર્યક્રમોમાં આભડછેટની નાબૂદીનો કાર્યક્રમ સામેલ કર્યો. જોકે જ ેમ કૉંગ્રેસના સભ્ય થવા માટે ખાદી પહે રવી ફરજિયાત હતી તેમ આભડછેટમાં ન માનવું તે ફરજિયાત નહોતું. આજની વિકસતી દલિત ચેતનાને તેમાં ગાંધીજીની દિલચોરી કે વાણિયાગીરી દેખાય છે, પણ ગાંધીજીએ આઝાદી-આંદોલન વખતે ભારતની અસ્પૃશ્યતાનો પ્રશ્ન રાજકીય એજન્ડા પર મૂક્યો અને તેને સામાજિક ચળવળનું બળ પૂરું પાડ્યું તે બાબત નાનીસૂની નહોતી. ભારત આઝાદ થયા બાદ તરત જ આભડછેટ નાબૂદીનો કાયદો ઘડાયો હતો (જોકે નિયમો બહુ મોડેથી બન્યા હતા) પણ હજુ ભારતમાંથી આભડછેટ ગઈ નથી. અનેક સમાજશાસ્ત્રીય અભ્યાસોએ દર્શાવ્યું છે કે ગ્રામીણ ભારતમાં હજુ ય આભડછેટ અકબંધ છે. એટલું જ નહીં સાર્વજનિક કે જાહે ર સ્થળોએ તો આભડછેટ નાબૂદ થઈ તેવું મનાતું રહ્યું છે ત્યારે કેટલાક અભ્યાસ તો એમ કહે છે કે દેશના ગ્રામ્ય-વિસ્તારની 25 ટકા પોલીસ ચોકીઓમાં હજુ પણ દલિતો પ્રવેશ કરી શકતા નથી. આભડછેટ નાબૂદીનું ગાંધીજીનું કાર્ય કેટલું દોહ્યલું છે તે આ હકીકત પરથી જણાઈ આવે છે. દલિતોની અલગ મતાધિકારની માગણી, ને સામે ગાંધીજીનાં આમરણ અનશન, આંબેડકર સાથેના પૂનાકરાર અને રાજકીય અનામતોનો સ્વીકાર જ ેવી બાબતો વિશે વિચારતાં ગાંધીજીએ તેમના સમયમાં દલિતોના પ્રશ્ને દાખવેલી તત્પરતા અને નિસબત આજ ે કેટલી ઓછી થઈ ગઈ છે તે સમજાય છે. [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ધર્મ અને રાજકારણ : નવી દિશાનો ગાંધીવિચાર ગાંધીજીએ એમના સત્ય અને અહિં સા જ ેવા આધ્યાત્મિક વિચારોનું રાજકારણમાં પાલન કરાવીને રાજકારણને એક નવી દિશા આપી હતી. આભડછેટ જ ેવા શુદ્ધ ધાર્મિક કલંકને તેમણે વખોડ્યું હતું તો ધર્મ અને રાજકારણની ભેળસેળ થવા દીધી નહોતી. ગાંધીજીએ રાજકારણનું ધાર્મિકીકરણ ન કર્યું તેમ ધર્મનાં ખાસ તત્ત્વોને રાજકારણમાં જોડીને તેને ઊર્ધ્વ કરવા પ્રયત્નો કર્યા છે. અસત્ય અને સાઠમારીના ક્ષેત્ર ગણાતા કે શેતાનોનું ધામ ગણાતા રાજકારણને ગાંધીજીએ એક પવિત્ર અને સાધનશુદ્ધ બનાવ્યું હતું.

ગાંધીવિચાર : પ્રસ્તુત જ નહીં, ગતિશીલ પણ એકવીસમી સદીના બીજા દાયકે ગાંધી દોઢસોના દિવસોમાં ઊભા રહી જ્યારે ગાંધીવિચારની પ્રસ્તુતતા વિશે વિચારીએ છીએ ત્યારે તે પ્રસ્તુત જ નહીં, ગતિશીલ પણ લાગે છે. ‘હં ુ સૌથી મોટો સામ્યવાદી છુ ’ં એમ કહે નાર ગાંધીજીએ માર્ક્સ કરતાં એ રીતે આગળનું વિચાર્યું હતું કે ગાંધીજી અને માર્ક્સ બંને સંપત્તિની સમાન વહેં ચણી, સંસાધનોની સમાન વહેં ચણીમાં તો માનતા જ હતા, પણ માર્ક્સ રાજ્યને સર્વોચ્ચ અને નિરં કુશ માનતા હતા, જ્યારે ગાંધીજી સઘળી સત્તા રાજ્યના હાથમાં રહે તેમ ઇચ્છતા નહોતા. એ રીતે તેઓ શ્રમિકોના નિરં કુશ રાજ્ય શાસનના માર્ક્સના વિચારથી જુ દા પડતા હતા. આજ ે જ ે રીતે ‘રાજ્ય’ નામનું તત્ત્વ હાવી થઈ રહ્યું છે અને તેની નિરં કુશતા જણાઈ આવે છે તે જોતાં ગાંધીજી રાજ્યને કઈ રીતે અંકુશમાં રાખવા માગતા હતા તે દેખાય છે. ગાંધીજી સતત વિચારનારા અને વિચારમાં પણ ફે રફાર આણનારા હતા. તેઓ લોકશાહીના પ્રબળ સમર્થક હતા, પણ રાજ્યની સત્તા ઓછી કરવામાં नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

માનતા હતા. તેઓ વિકેન્દ્રીકરણના પ્રખર હિમાયતી હતા. તેઓ ધનસત્તા અને રાજ્યસત્તા બંને કેન્દ્રીત રહે તેમ ઇચ્છતા નહોતા. વૈચારિક પરિવર્તન કે વિચારોની ગતિશીલતા એ હદની હતી કે, કૉંગ્રેસનું વિસર્જન કરી તેઓ તેને રાજકીય પક્ષને બદલે લોકસેવક સંઘમાં રૂપાંતરિત કરવા માંગતા હતા. જો તેમ થઈ શક્યું હોત તો આજ ે દેશનો ઇતિહાસ જુ દો હોત. હિં દુ-મુસ્લિમ પ્રશ્ન એટલે સર્વધર્મસમભાવ એ ગાંધીજીના વિચારનો અને તેમના રચનાત્મક કાર્યક્રમોનો કસોટી કરનારો મુદ્દો હતો. આજના સમયમાં ગાંધીજીનો સર્વધર્મસમભાવનો વિચાર જરૂર વધુ તીવ્રપણે પ્રસ્તુત લાગે છે. જ ે મુદ્દે દેશના રાષ્ટ્રપિતાની હત્યા થઈ તે મુદ્દો એટલે કે સર્વધર્મસમભાવ હજુ આ દેશમાં પૂર્ણપણે પ્રગટી શક્યો નથી તે આ દેશની કમનસીબી છે. ગાંધીજીના દારૂબંધી કે બ્રહ્મચર્ય જ ેવા વિચારોની પણ લગભગ એવી જ હાલત છે. આંધ્ર કે ઉત્તરાંચલમાં ક્યાંક દારૂબંધીના આંદોલનો થયાં છે કે ગુજરાતમાં ગાંધીની શરમે નબળી દારૂબંધી અમલી છે અને બિહારે અંશત: દારૂબંધી સ્વીકારી છે પણ દેશમાં વ્યાપક શરાબબંધી થઈ શકી નથી. એ જ રીતે ગાંધીજીના બ્રહ્મચર્ય વિશેના ખ્યાલો સંતતિનિયમનના વ્યાપક સરકારી પ્રચારમાં ક્યાંક દબાઈ ગયા છે. આ દેશ અને દુનિયાની ભાગ્યે જ એવી કોઈ સમસ્યા હશે જ ેના વિશે ગાંધીજીએ લખ્યું ન હોય, વિચાર્યું ન હોય કે તે જાહે રમાં તે વિશે બોલ્યા ન હોય. આતંકવાદ અને ત્રાસવાદના આ જમાનામાં ગાંધીજીની અહિં સા જ એકમાત્ર ઉપાય છે એવી નોબેલ પુરસ્કૃતોની અરજ કેટલી સાચી હશે! સ્ત્રી-પુરુષ સમાનતાના ગાંધીજી મોટા પુરસ્કર્તા હતા. આઝાદી આંદોલનમાં તેમણે સ્ત્રીઓને મોટા 327


પાયે સાંકળી હતી. આજ ે દેશમાં સ્ત્રી અનામતના મુદ્દે રાજકારણ ખેલાતું રહ્યું છે ત્યારે ગાંધીજીએ એમના સમાજસુધારાનાં આંદોલનો અને જાહે રજીવનમાં જ ે રીતે સમાજના સઘળા વર્ગોની સ્ત્રીઓને સામેલ કરી તે તેમને આર્ષદૃષ્ટા પુરવાર કરે છે. આપણા દેશમાં જો કોઈ એક ક્ષેત્રમાં સૌથી વધુ બગાડ થયો હોય તો તે શિક્ષણ, આઝાદી પછી અક્ષરજ્ઞાન જરૂર વધ્યું છે, સાક્ષરતાદર પણ વધ્યો છે. પણ ગાંધીજીની પાયાની કેળવણી કે બુનિયાદી શિક્ષણનો અભાવ તીવ્રપણે વર્તાય છે. ગાંધીજી જીવનલક્ષી નઈ તાલીમને શિક્ષણનું માધ્યમ બનાવવા માગતા હતા. ઘણા ગાંધીવાદીઓ થાણાં નાંખીને બેઠા અને તે કામ કરી દેખાડ્યું; પણ આજ ે ગાંધીવિચાર કેન્દ્રી નઈ તાલીમના વળતાં પાણી છે. અંગ્રેજી શિક્ષણની બોલબાલા છે અને શિક્ષણના ભાગરૂપ શરીરશ્રમ ભુલાયો છે. પુસ્તકો અને દફતરથી લદાયેલાં ભૂલકાઓના ભાર વિનાના ભણતરની ઘણી વાતો થાય છે, પણ બાળકોનો શ્રમ

સાથેનો, ભૂમિ સાથેનો નાતો સાવ જ તૂટી ગયો છે. ગાંધીહત્યા પછી વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ઉદ્ગારો હતા, “આપણા જીવનમાંથી જ્યોતિ બુઝાઈ ગઈ છે. આપણા પ્રિય નેતા, જ ેને આપણે બાપુ કહે તા, તે આપણા રાષ્ટ્રપિતા આપણી વચ્ચે રહ્યા નથી. મેં કહ્યું કે જ્યોતિ બુઝાઈ ગઈ, પણ એ મારી ભૂલ હતી કારણ આ દેશમાં જ ે જ્યોતિ જલી હતી તે અસાધારણ જ્યોતિ હતી. ઘણાં વર્ષો સુધી જ ે જ્યોતિ આ દેશમાં જલી તે ઘણાં વર્ષો સુધી ઝળહળતી રહે શે અને હજાર વર્ષ પછી પણ એ જ્યોતિ આ દેશમાં દેખાશે અને દુનિયા એને જોશે. અને અસંખ્ય હૈ યાને એ સાંત્વન આપશે.” નેહરુની આ આશા ફળવતી બની રહે અને ગાંધીજીની અને ગાંધીવિચારોની પ્રસ્તુતતા ક્યારે ય ન મરો એવી આશા ગાંધી દોઢસોએ વધુ દૃઢ બનાવવાની જરૂર છે. [E-mail : maheriyachandu@gmail.com] 

ગાંધી વિચાર આજ ે કેટલો પ્રસ્તુત? હિં દુસ્તાનની જનતા ગાંધીજીને માત્ર સંત તરીકે નથી પૂજતી. રાષ્ટ્રીય આકાંક્ષાના ક્ષેત્રમાં ગાંધીજી એ જનતા પર લગભગ અમર્યાદ પ્રભાવ ધરાવે છે. પણ એનું કારણ એ નથી કે તેઓ મુખ્યત્વે મુત્સદ્દી છે. રાજકાજમાં સફળતાને માટે જ ગુણો સામાન્યપણે આવશ્યક ગણાય છે તેમાંનો એકેય તેમનામાં નથી. તેઓ કાવાદાવા કરનાર મુત્સદ્દી નથી, કેમકે તેઓ પોતાની આખી બાજી ખુલ્લી કરી દે છે. સિદ્ધાંતની બાબતમાં તેઓ માંડવાળ કરતા નથી; અને એમના જાહે ર જીવનમાં કોઈ પણ પ્રસંગે તેમણે સિદ્ધાંતને બદલે વ્યવહારનીતિ પર આધાર રાખ્યાનું જાણ્યામાં નથી. તેઓ કોઈ પણ પક્ષના નથી; એટલે તેમને પોતાના પક્ષને આગળ કરવાની ખેવના નથી. મિત્રોની તેમજ શત્રુઓની ટીકાથી તેમનું મન વિચલિત થતું નથી. તેમણે પોતે કહ્યું છે : “હં ુ જ ે ધાર્મિક માણસોને મળ્યો છુ ં તેમાંના ઘણાખરા પ્રચ્છન્ન રૂપમાં મુત્સદ્દીઓ છે. પણ હં ુ મુત્સદ્દીનો વેશ પહે રવા છતાં હૃદયથી ધાર્મિક માણસ છુ .ં ” [વિલિયમ પિયરસન, પુણ્યશ્લોક ગાંધીજીમાંથી]

328

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધી અને એમના વિચારો શા માટે અમર છે? કુ માર પ્રશાંત

મહાત્મા ગાંધીની હત્યા ૧૯૪૮માં થઈ હતી, ગોળીઓ બાપુની છાતીમાં ઉતારી હતી. શા માટે?

પણ તેમના વિચારોની હત્યા આઝાદી પછી અત્યાર સુધી થતી રહી છે અને હજુ પણ ચાલુ છે. ગાંધીવિચાર ફક્ત પ્રતીક બની ગયા છે, છતાં ગાંધીવિચારમાં એવી શું ખાસિયત છે કે સંકટ સમયે આપણને ગાંધી જ યાદ આવે છે? ૨ ઑક્ટોબર, ૧૮૬૯થી ૨ ઑક્ટોબર, ૨૦૧૯. મોહનદાસ કરમચંદ ગાંધી ૧૫૦ વર્ષના થઈ ગયા. જ ે દિવસે આપણે એમને ગોળી મારી એ દિવસે એમની ઉંમર હતી–૭8 વર્ષ, ૩ મહિના અને ૨૭ દિવસ! ઉંમરના હિસાબે જોઈએ તો ગાંધીજી બહુ લાંબો પંથ કાપવાના નહોતા, છતાં તેમનો જીવ લેવા ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ નથુરામ ગોડસેને ત્રણ ગોળીઓ એમની છાતી પર છોડવી પડી! મારે અહીં એ પણ કહે વું જોઈએ કે, ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ બાપુની હત્યા પાછળ વર્ષોની યોજના, પાંચવાર હત્યાનો નિષ્ફળ પ્રયાસ અને એમની વિરુદ્ધ સતત ફે લાવવામાં આવેલી ઘૃણા જવાબદાર હતી. પ્રાર્થના કરવા જઈ રહે લા પ્રાર્થનામય ગાંધી પર, પ્રાર્થના-ભૂમિ પર, પ્રાર્થના-સભાના એક ભલા મનુષ્યનો છદ્મવેશ ધારણ કરીને, એમની બિલકુ લ નજીક જઈને નથુરામે ત્રણ

નથુરામને ગાંધીજીની હત્યા કરવા ઉશ્કેરવા માટે જવાબદાર પડદા પાછળ ભૂમિકા ભજવનાર તત્ત્વો એ સુનિશ્ચિત કરવા ઇચ્છતાં હતા કે — આ માણસ હવે જીવતો ન રહે વો જોઈએ — ‘Hang Till Death – મરી ન જાય ત્યાં સુધી મારો!’ નથુરામે એનું કામ પાર પાડી દીધું. એ લોકોનું કાવતરું સફળ રહ્યું. હવે આ માણસને મરવાનું જ હતું. અરે , આપણે તો રાજઘાટ પર બાપુની સમાધિ બનાવીને નથુરામને એની સફળતાનું સર્ટિફિકેટ પણ આપી દીધું. છતાં આ માણસ જીવતો રહી ગયો તેમ આપણે સતત, આયોજનપૂર્વક એવી નીતિઓ — માર્ગો અખત્યાર કર્યા, જ ે આ માણસ અને એના વિચારોને ક્રમબદ્ધઃ રીતે મારતા રહ્યા. એટલે જ ગાંધીવિચારના પ્રખર હિમાયતી જયપ્રકાશ નારાયણને કહે વાની ફરજ પડી હતી કે — ‘દિલ્હી એક નહીં, અનેક રીતે ગાંધીજીનું કબ્રસ્તાન છે!’ …છતાં જુ ઓ, આ માણસ મર્યો નહીં! આપણને દરરોજ, અહીં-ત્યાં એનો ભેટો થતો રહે છે. દેશ-દુનિયાના એક યા બીજા ખૂણામાંથી, એક યા બીજી વ્યક્તિ આગેકૂચ કરે છે અને કહે છે કે, ગાંધીચીંધ્યા માર્ગે જ, ગાંધીવાદી રીતે જ આપણે આપણા અધિકારો મેળવી શકીશું, આપણે સમાજનું નવસર્જન કરી શકીશું, આપણે પર્યાવરણનું સંરક્ષણ કરી શકીશું, આપણે પ્રદૂષણને નિયંત્રણમાં લાવી શકીશું, આપણે પૃથ્વીનું અસ્તિત્વ ટકાવી શકીશું. અરબી તહરીર ચૌક1 પર આ જ ગાંધીને તકતીઓ પર ચીપકાવીને લાવવામાં આવ્યા હતા. આ જ ગાંધી

1. ઈજિપ્તની રાજધાની કૈરોમાં આવેલું સ્થળ, જ ે ૨૦૧૧માં દરમિયાન ઈજિપ્ત ક્રાંતિનું કેન્દ્ર રહ્યું હતું.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

329


ગાંધીજીએ એવું યુદ્ધ શરૂ કર્યું હતું, જેમાં દરેક વ્યક્તિ પોતપોતાનાં સ્થાને રહીને લડતમાં સામેલ થઈ શકતી હતી. તેમણે મનુષ્યના હાથમાંથી હથિયાર લઈ લીધું અને મનુષ્યને પોતે જ હથિયાર બનાવી દીધો. આ જ અહિંસા વિશે માર્ટિન લ્યુથર કિંગે કહ્યું હતું કે, “આપણે ગુલામ લોકો પાસે આઝાદીની લડાઈ લડવાનો એકમાત્ર માર્ગ છે — ગાંધીચીંધ્યો માર્ગ. આ માર્ગ નૈતિક અને વ્યાવહારિક એમ બંને કસોટીઓ પર ખરો ઊતરે છે”

કટોકટીનો સામનો કરવા માટે સૌથી મોટુ ં પ્રતીક બન્યા હતા. વર્ષ ૨૦૦૨માં સાંપ્રદાયિક ઉન્માદના ભયાનક રક્તરં જિત ગાળામાં દરે ક વિવેકસંપન્ન અવાજને આ જ ગાંધીનો સહારો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘે પોતાના દરે ક સભ્યદેશોને કહ્યું છે કે, “મહાત્મા ગાંધીના જન્મદિવસને ‘આંતરરાષ્ટ્રીય અહિં સા દિવસ’ તરીકે ઉજવવામાં આવે, કારણ કે અત્યારે યુદ્ધે ઘાતક અને વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું છે. તેમાં હવે કોઈની હારજીતનો સવાલ જ નથી. હકીકતમાં આ પ્રશ્ન પૃથ્વી અને મનુષ્યના અસ્તિત્વનો છે.” આવું જ સંકટ મહાભારતકાળમાં પ્રભુ સામે પણ ઊભું થયું હતું અને ત્યારે કૃષ્ણએ પ્રતિજ્ઞા લીધી હતી કે, “હં ુ યુદ્ધમાં સાથ જરૂર આપીશ, પણ હથિયાર નહીં ઉઠાવું.” ગાંધીએ પણ આવું જ કહ્યું. તેઓ કૃષ્ણ પછી થયા એટલે તેઓ થોડુ ં આગળ વધ્યા — “હં ુ યુદ્ધમાંથી પીછેહટ નહીં કરું, પણ હથિયાર નહીં ઉઠાવું. એટલું જ નહીં હં ુ કોઈને હથિયાર ઉઠાવવા પણ નહીં દઉં. હં ુ યુદ્ધનો ચહે રો જ બદલી નાંખીશ.” આ ચમત્કાર હતો — અગાઉ ન જોવા મળ્યો હતો, ન એના વિશે સાંભળવામાં આવ્યું! ભગતસિંહ અંત સુધી એને સમજી ન શક્યા. 330

તેમણે જ ેલમાં કહ્યું હતું કે — “આ માણસની દરે ક વાત સાથે હં ુ અસંમત છુ ં અને હં ુ જાણું છુ ં કે, આ માણસે ચીંધેલા માર્ગે આપણને આઝાદી મળવાની નથી, પણ મને નવાઈ એ વાતની છે કે, દેશ આ માણસની પાછળ ચાલે છે. દેશવાસીઓએ આપણું અનુકરણ ક્યારે ય કર્યું નથી.” ભગતસિંહ ગાંધીજીથી અલગ માર્ગની હિમાયત કરતાં અન્ય તમામ સત્યાગ્રહ અને અહિં સાનો ચમત્કાર જોતા હતા, પણ દેશવાસીઓ શા માટે ગાંધીજીને ટેકો આપે છે એ સમજી શકતા નહોતા. હકીકતમાં ગાંધીજીએ એવું યુદ્ધ શરૂ કર્યું હતું, જ ેમાં દરે ક વ્યક્તિ પોતપોતાનાં સ્થાને રહીને લડતમાં સામેલ થઈ શકતી હતી. તેમણે મનુષ્યના હાથમાંથી હથિયાર લઈ લીધું અને મનુષ્યને પોતે જ હથિયાર બનાવી દીધો. આ જ અહિં સા વિશે માર્ટિન લ્યુથર કિંગે કહ્યું હતું કે, “આપણે ગુલામ લોકો પાસે આઝાદીની લડાઈ લડવાનો એકમાત્ર માર્ગ છે – ગાંધીચીંધ્યો માર્ગ. આ માર્ગ નૈતિક અને વ્યાવહારિક એમ બંને કસોટીઓ પર ખરો ઊતરે છે.” આ ‘નૈતિક અને વ્યાવહારિક’ માર્ગને કારણે ગાંધીને મોતને ઘાટ ઉતારી દીધા હોવા છતાં તેઓ મરતા નથી, કારણ કે લાખો મનુષ્ય મરવા છતાં માનવતા મરી નથી! દરરોજ માણસો મરે છે, છતાં સ્મશાન ગામથી નાનું જ રહે છે. કહે વાનો અર્થ એ છે કે, અહિં સા જીવવાનો માર્ગ શોધવાની કળા છે અને જ્યાં સુધી મનુષ્યમાં જિજીવિષા છે, ત્યાં સુધી ગાંધી જીવિત રહે શે. ગાંધીને મારવા છતાં મરતા નથી, કારણ કે તેમણે આપણને સમજાવ્યું છે કે, જીવન અનંત છે, પણ જીવવા માટેનાં સાધનો મર્યાદિત છે એટલે આપણે સમજવું પડશે કે આપણે ગરીબ દેશમાં નહીં, પણ એવી દુનિયામાં જીવીએ છીએ, જ ેની પાસે સંસાધનો ઓછાં છે. આપણે આ સંસાધનોનો, આ સ્ત્રોતોનો [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ઉપયોગ વિવેકબુદ્ધિથી, વાજબી રીતે કરવો પડશે. ગાંધી કહે છે કે, આ માટેના પ્રયાસોમાં વિલંબ નહીં ચાલે અને તેમાં બેઈમાનીને પણ સ્થાન નથી. હાલના સમાજવિજ્ઞાનીઓ એને ‘Sustainable Development’ કહે છે, તો ગાંધી એને ‘સ્વેચ્છાએ સ્વીકારે લી ગરીબી’ કહે છે. જ્યાં સુધી કોઈ પણ દેશ સંસાધનો વિશે વિવેકયુક્ત નીતિ નહીં બનાવે, ત્યાં સુધી દરે ક મોરચા પર ગાંધીનો ભેટો તમને થશે. ગાંધી શા માટે મરતા નથી? કારણ કે, આપણે જાતિ-ધર્મ-સંપ્રદાય-રં ગ-લિંગનાં નામે એકબીજાને મારવા-કાપવાનું હજુ બંધ કર્યું નથી. ગાંધીજી આજીવન આ અનિષ્ટો સામે લડતા રહ્યા. ચોક્કસ, સમયે-સમયે આ અનિષ્ટ તત્ત્વોએ એમને સમાધાન કરવા મજબૂર પણ કર્યા, પણ ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ આ જ અનિષ્ટ તત્ત્વોએ એમનો જીવ લઈ લીધો. આપણે આ શહીદીનું ઋણ ચૂકવવાનું બાકી છે. ગાંધીને નફરત કરતાં, એની સામે લડતાં અને

એની હત્યા કરનારા લોકો એ ભૂલી જાય છે કે, મનુષ્યને જ ે હદ સુધી મારી શકાય, એ હદ સુધી આપણે ગાંધીને મારી દીધા છે. મોહનદાસ કરમચંદ ગાંધી નામનો મનુષ્ય અત્યારે જીવિત નથી. અત્યારે જ ે સામે છે અને જ ે જીવિત દેખાય છે એ માત્ર પ્રતીક છે. જ ે આદર્શો, મૂલ્યો, સિદ્ધાંતો અને સંસ્થાઓ વિના સભ્ય માનવસમાજ ટકી ન શકે, એની સાથે ગાંધીજી એકરૂપ થયા હતા અને હવે એમાં જ સમાઈ ગયા છે. આપણે એ મૂલ્યો દફનાવી દઈશું, તો માનવતા મરી પરવારશે અને માનવતા મરી પરવારશે, ત્યારે જ ગાંધી અને એના વિચારો મરશે. એટલે જ્યાં સુધી મનુષ્યોમાં એ મૂલ્યો અને આદર્શો જાળવવાની ઇચ્છા છે, ત્યાં સુધી એને સાકાર કરવાનું સાહસ છે, ત્યાં સુધી ન તો ગાંધી મરવાના છે, ન ગાંધીના વિચારો… [ઑગસ્ટ ૨૦૧૭, કાદમ્બિનીમાંથી] અનુવાદ : કેયુર કોટક E-mail : Keyurkotak@gmail.com 

મૂલ્યો અને પરમાર્થો સાથે કામ પાર પાડવું જીવનને અનિશ્ચિત અને ઘણી વાર તો તરં ગી અન ધૂની વ્યક્તિઓનાં સ્વપ્નો, આશાઓ, આકાંક્ષાઓ અને મહે ચ્છાઓ સાથે કામ પાર પાડવું પડે છે. વ્યક્તિ સમાજમાં અને સમાજ મારફતે વિચાર અને કાર્ય કરતી હોય છે અને એ સમાજ પોતે પણ ચલ અને જટિલ હોય છે. પોતાની યાત્રા દરમ્યાન વ્યક્તિ એ સમાજ વિચારના કોઈ નિશ્ચિત ઢાંચાને અને કોઈ જડ માનદંડને સતત હાથતાળી દેતાં હોય છે. આથી, પૃથક્કરણાત્મક અને વૈજ્ઞાનિક અભ્યાસને માણસની અને સમાજની બાબતમાં સામાન્ય વિધાન અને આગાહી કરવાનો ભૌતિક વિદ્યાઓમાં હોય છે તેટલો અવકાશ હોતો નથી. ઉપરાંત, પૃથક્કરણ અને વિજ્ઞાન અંતિમ મૂલ્યો અને પરમ અર્થ સાથે કામ પાડી શકતાં નથી. સુધારકને તો, ખાસ કરીને ગાંધીજીના જ ેવા સુધારકને તો, પ્રધાનપણે મૂલ્યો અને પરમાર્થો સાથે જ કામ પાડવાનું હોય છે. કેવળ અભ્યાસ એનું ધ્યેય નથી હોતું. તેને વિચારો, આદર્શો અને વિચારવ્યવસ્થાઓનો નવેસર વિચાર કરી નવેસર મૂલ્યાંકન કરવાનું હોય છે. તેણે વ્યક્તિને અને સમાજને નવેસર ઢાળી, નવેસર ઘડી, નવેસર સર્જી લેવાનાં હોય છે. પૃથક્કરણ તો તેને માત્ર સામગ્રી પૂરી પાડી શકે, જ ેનો પોતાના સમન્વિત અને રચનાત્મક કાર્ય માટે ઉપયોગ કરવા સારુ તેને દૃષ્ટિની જરૂર પડે છે. [ગાંધીજી : જીવન અને વિચાર, લે. : આચાર્ય કૃ પલાની, અનુ. : નગીનદાસ પારે ખ]

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

331


ગાંધી : વીર અહિંસાવાળો દીપક સોલિયા

ગાંધી ઘણાને નથી ગમતા. આ અણગમો સમજી ગુલામ કરતા; હાલ માણસોને પૈસાની અને ભોગની

શકાય તેવો છે. શૌર્ય, સેના, રણમેદાન, એક ઘા ને બે કટકા પસંદ કરનારા લોકોને ગાંધી પસંદ ન પડે તે સ્વાભાવિક છે. પણ અહીં એક વાત ખાસ સમજી લેવા જ ેવી છે કે, ગાંધી શસ્ત્રબળ કરતાં શરીરબળને વધુ આદર આપતા. શસ્ત્ર કે સત્તા કે પૈસાના જોરે કોઈના પર ચડી બેસવા કરતાં સીધેસીધી શારીરિક બાથંબાથીને ગાંધી સારી ગણાવતા. હિં દ સ્વરાજમાં એમણે લખેલું : આધુનિક સુધારા અપનાવી ચૂકેલો માણસ બાવડાંના જોરે ફેં કાતા ભાલાને બદલે એક પછી એક પાંચ ઘા કરી શકે એવી ચક્કરડીવાળી બંદૂકડી વાપરે છે... અગાઉ માણસો જ્યારે લડવા માગતા ત્યારે એકબીજાનું શરીરબળ અજમાવતા. હવે તો તોપના એક ગોળાથી હજારો જાન લઈ શકે છે... અગાઉ માણસોને મારીને

332

લાલચ આપીને ગુલામ બનાવે છે. આનો અર્થ એવો નથી કે, ગાંધી મારીને ગુલામ બનાવવાની કે શારીરિક મારામારીની કે ભાલાના ઉપયોગની તરફે ણ કરે છે. ના, મામલો સાપેક્ષતાનો છે. લડવું જ પડે તો પોતાના બાવડાના જોરે લડવું સારું, એવો ગાંધીનો દૃઢ મત હતો. અલબત્ત, એ જાણતા હતા કે વિજ્ઞાન-યંત્રો-શસ્ત્રોનાં ક્ષેત્રે થયેલા વિકરાળ વિકાસ બાદ હવે માણસો યુદ્ધે ચડશે ત્યારે આધુનિક શસ્ત્રોનો જ ઉપયોગ થવાનો. સીધી વાત છે કે, આજ ે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉન કંઈ પંજા નથી લડાવવાના કે મલ્લકુ સ્તી નથી કરવાના કે પછી પેલા વાઇલ્ડ રે સલર્સની જ ેમ એકમેકના માથે ખુરસીઓ ફટકારીને સટાસટી નથી બોલાવવાના. એ

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ઓછાં રત્નો પૃથ્વી પર પેદા થતાં હોય છે. ભારતની વાત કરીએ તો નીડરતાના મામલે શિવાજી-પ્રતાપભગતસિંહની હરોળમાં વટથી બેસી શકે એવી એક હસ્તી હતી, વીર ગાંધી. કોમી રમખાણોમાં ભડકે બળી રહે લા બંગાળમાં મુસ્લિમોના એરિયામાં પોતાને રામભક્ત હિન્દુ ગણાવનાર આ ભડવીર આરામથી ભટકતો હતો. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ એમના પર જીવલેણ હુમલો થયો એ પહે લાં પણ એમને મારવાના ચાર પ્રયાસો થઈ ચૂકેલા. છતાં, એમણે પોલીસરક્ષણની ના પાડી દીધેલી. એક રીતે જોતાં આ મૂર્ખામી પણ લાગી શકે. જ્યારે તમને ખબર હોય કે કેટલાક લોકો તમને મારવા માટે મન બનાવી ચૂક્યા છે, ત્યારે પણ ખુલ્લી છાતીએ (બૂલેટપ્રૂફ બખ્તર તો ઠીક, સાદા ગંજી વિનાની ખુલ્લી છાતીએ) ટોળાં વચ્ચે ફરવું એમાં મૂર્ખામી હોય તોપણ, એ માટે બહાદુરી જોઈએ. ‘શોલે’માં ઠાકુ ર જ્યારે જય-વીરુને કહે છે કે, હં ુ કાનૂનની રક્ષા માટે લડુ ં છુ ં અને તમે કાનૂન તોડવા લડો છે, ત્યારે સ્માર્ટ જયે કહે લું, ‘ઔર દોનોં હી કામોં મેં બહાદુરી કી ઝરૂરત હોતી હૈ .’ એ જ રીતે, જ ેમ શસ્ત્ર વડે લડવામાં પણ બહાદુરી જોઈએ તેમ નિઃશસ્ત્ર ઘુમવામાં પણ બહાદુરી જોઈએ. ઇન ફે ક્ટ, વધુ બહાદુરી જોઈએ. આજની તારીખે, આખી દુનિયામાં, ગાંધી જ ેટલી બહાદુરી દાખવી શકનાર કોણ છે? કદાચ કોઈ નથી. આ વાતે, આજ ે એમની મૃત્યુતિથિ નિમિત્તે, આ ભડવીરને, આ ‘વીર અહિં સાવાળા બાપુ’ને એમના ચાહકોએ તો ઠીક, વિરોધીઓએ પણ એક સલામ કરવી રહી. સલામ, બાપુ.

લોકો ચાંપ દાબીને લડશે, અણુશસ્ત્રોની ચાંપ. એક ચાંપ દાબી કે લાખો-કરોડોનો ખાતમો. ગાંધી આ જોખમ બહુ સારી રીતે જાણતા હતા. એટલે તેમનો આગ્રહ હતો કે, લડવું જ પડે તો હાથોહાથ લડવું સારું. બાકી, સશસ્ત્ર યુદ્ધો તો ટાળવામાં જ સાર છે. તો, ગાંધીનો લડતની પસંદગીનો ક્રમ આ પ્રમાણે હતો : શસ્ત્રો વડે લડવા કરતાં હાથથી લડવું સારું અને હાથથી લડવા કરતાં પણ અહિં સક ઢબે, આત્મબળથી, તપના જોરે , આપભોગ વડે લડવું વધારે સારું. ગાંધી અહિં સક હતા, શસ્ત્રવિરોધી હતા, યુદ્ધવિરોધી હતા, પણ એ ભીરુ નહોતા. ગાંધીને કાયર, વેવલા, ભારતદ્રોહી, પાકિસ્તાનપ્રેમી વગેરે જ ેવાં અનેક વિશેષણો દ્વારા નવાજવાનું પ્રમાણ ધીમી પણ મક્કમ ગતિએ વધી રહે લું જોવા મળી રહ્યું છે ત્યારે કમ સે કમ આ એક મામલે સ્પષ્ટતા ખાસ જરૂરી છે કે, આ માણસ બીજુ ં ગમે તે હોય, કાયર નહોતો. અસલમાં એમને કાયરતા સામે ભારે ચીડ હતી. ચીડ તો એમને અનેક ચીજો સામે હતી (જ ેમાંની એક ચીડ ગણતરીપૂર્વક સંતાનપ્રાપ્તિ માટે કરવામાં આવેલા સમાગમ સિવાયના તમામ સમાગમો-સામે પણ હતી અને એમની આ ચીડ મારા નમ્ર મત મુજબ અયોગ્ય હતી), પરં તુ કાયરતા સામેની એમની ચીડ કાબિલેદાદ હતી. ૧૯૧૬ની ચોથી ફે બ્રુઆરીએ બનારસમાં આપેલાં જ ે ભાષણને કારણે ગાંધી ભારતભરમાં છવાઈ ગયા એ ભાષણમાં એમણે બનારસમાં ઠેર ઠેર જાસૂસોની ફોજ ખડકી દેનાર લૉર્ડ હાર્ડિંજ પર એવો કટાક્ષ કરે લો કે, આવા અવિશ્વાસ અને ડર સાથે મરી મરીને જીવવા કરતાં તો મોત સારું. અંગ્રજોના રાજમાં અંગ્રેજ વાઇસરૉયને કાયરતાના મામલે છડેચોક આવી વાત કહે વા માટે જ ે છાતી જોઈએ એ ગાંધીમાં હતી. નીડરતામાં ગાંધીનો મુકાબલો કરે એવાં બહુ

[30, જાન્યુઆરી 2018, મિડ ડે] E-mail : dipaksoliya@gmail.com 

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

333


પ્રવાસી ગાંધી બકુ લ ટેલર

ગાંધીજી એક વિરલ પ્રવાસી રહ્યા. 1915માં નાતબહારનો અનુભવ થયો. ભારતીય સમાજની

ભારત આવ્યા પછી તેમણે જ ેટલા પણ પ્રવાસ કર્યા છે, તેઓ જ્યાં પણ ગયા છે, તેનાં કારણો શોધીશું તો સ્વતંત્રતા આંદોલનનો એક આખો ગાંધીનકશો મળી આવશે. સ્વતંત્રતા આંદોલનની પ્રથમ જમીની ભૂમિકા પણ તેમણે દેશપ્રવાસથી જ તૈયાર કરે લી. તેઓ જ્યારે પણ ચાલ્યા છે તો દોડતા પગે ચાલ્યા છે, તેમણે એક ડગલાંમાં ઘણાં ડગલાં માપવાનાં હતાં. ને તેમની મજલ કાયમ લાંબી રહી, ધૂળીયામાર્ગે તેઓ સૌથી વધુ ચાલ્યા. ઘણીવાર તો એવું બન્યું કે તેમના ચાલવાથી રસ્તા બન્યા. ગાંધીનું શરીર જ ેટલી વાર આડે પડખે નથી થયું, સૂતું નથી, તેનાથી અનેકગણું ચાલ્યું છે! 1887માં તેઓ મેટ્રિક્યુલેશનની પરીક્ષા આપવા રાજકોટથી અમદાવાદ ગયા તે તેમની પહે લીવહે લી એકલા મુસાફરી. પછી ભાવનગર શામળદાસ કૉલેજમાં ને વળી પોરબંદર, રાજકોટ. આ મુસાફરી તેમણે ગાડામાર્ગે, ઊંટસવારી અને ટ્રેનથી કરી છે. 1888ની 4થી સપ્ટેમ્બરે તેઓ વકીલાતનું ભણવા મુંબઈ બંદરે થી વિલાયત ગયા. વિલાયત જતાં પહે લાં તેઓ આત્મશોધન કરતા થઈ ગયેલા. નૈસર્ગિક પ્રકૃતિ અને સંગાથીઓના વિચારવશ જ ે ‘સ્ખલનો’ તેમણે અનુભવ્યાં તેને પૃથકભાવથી વિચારતાં તેઓ નીતિ-અનીતિનાં મનોમંથન કરતા થયા છે. ગાંધીના આ મનોપ્રવાસો ક્યારે ય અટક્યા નથી. અંદર– બહારના આ ગાંધીપ્રવાસો સમાંતરે ચાલ્યા છે. કુ ટુબ ં ના મિત્ર અને સલાહકાર માવજી દવેની સલાહ અને કુ ટુબ ં ઇચ્છાથી તેઓ વકીલ થવા વિલાયત જવા તૈયાર થયા ત્યારે પ્રથમ વખત 334

આ મર્યાદાનો અનુભવ પ્રથમ પ્રવાસને નિમિત્તે જ થયો. એ પ્રવાસ પહે લાં તેમણે ધર્મપાલનથી માંડી ખાણીપીણી અને વસ્ત્રપરિધાન વિશે પણ વિચારવાનું થયું. તે વખતે તેમણે તેમના બાને વચન આપેલું, ‘પણ તું મારો વિશ્વાસ નહીં રાખે? હં ુ તને છેતરીશ નહીં. સોગન ખાઈને કહં ુ છુ ં કે એ ત્રણે વસ્તુથી હં ુ બચીશ.’ ને તેમણે માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહે વાની પ્રતિજ્ઞા લીધી અને માની આજ્ઞા મેળવી. પોરબંદરથી તેમનો પહે લી જ વાર મુંબઈ જવાનોય પ્રસંગ હતો. આ મુંબઈ તેમની સ્વતંત્રતા આંદોલનની ઘણી પ્રવૃત્તિનું ભવિષ્યમાં સ્થળ બનશે તેની તેમને ત્યારે તો કેમ ખબર હોય? ઇંગ્લૅન્ડ જવું તેમના માટે સ્વજાગૃતિની પહે લી કસોટી બન્યું અને તુલનાભાવે ભારતીય સંસ્કૃતિ

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


અને સમાજની લાક્ષણિકતા પણ સમજતા થયા. યુરોપના રીતરિવાજના પાઠ ભણ્યા. તેમણે માની પાસે લીધેલી પ્રતિજ્ઞા પાળી દેખાડી. બ્રિટનમાં જ પ્રથમવાર વર્તમાનપત્ર વાંચતા થયા. ગાંધીજીએ આહાર વિશેના અનેક અખતરા જીવનભર કર્યાં છે અને તેનો આરં ભ બ્રિટનથી થયેલો. અહીં તેમણે અન્નાહારી મંડળનીય સ્થાપના કરી અને બે બ્રિટીશરોને પ્રમુખ-ઉપપ્રમુખ બનાવી સ્વંય મંત્રી બનેલા. ભારતમાં 1915 પછી અને તે પહે લાં દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ સામે તેઓ જ ે યુદ્ધ લડ્યા તે પહે લાં તેમની સાથે અહીં સઘન પરિચયમાં આવ્યા હતા. બ્રિટનમાં જ તેઓ જાહે રમાં બોલવાનો પ્રથમ પ્રયત્ન કરે છે અને દક્ષિણ આફ્રિકામાં ભાષણ કરતા થયા છે. બ્રિટન પ્રવાસે જ તેઓ સત્યનું મહત્ત્વ પ્રમાણતા થયા. બ્રિટનમાં તેમણે પ્રથમવાર ગીતા વાંચી, બુદ્ધચરિત્ર વાંચ્યું, મેડમ બ્લેવેટ્સ્કી, એની બેસંટના પરિચયે થિયોસોફિકલ સોસાયટીમાં દાખલ થયા. પરસ્ત્રીને જોઈને વિકારવશ થયાનો પ્રથમ અનુભવ પણ બ્રિટનનિવાસમાં જ થયો. તેઓ એ વર્ષોમાં પેરિસ પણ ગયા, સાત દિવસ માટે. બેરિસ્ટર થવા સાથે જ તેમને હિં દુસ્તાનના ઇતિહાસને વાંચવાની જરૂર સમજાઈ અને આમ પોરબંદરનો એ છોકરો ભારતનો અભ્યાસ કરતો થયો. 12 જૂ ન 1891એ તેઓનો બ્રિટન પ્રવાસનિવાસ પૂરો થયો. ગાંધીજીની કેળવણીમાં બ્રિટન જવું અનેક રીતે મહત્ત્વનું બન્યું છે. દક્ષિણ આફ્રિકામાં તેઓ જાહે રજીવનનું નેતૃત્ત્વ લેતા થયા તે પહે લાં બ્રિટનમાં સજ્જતા કેળવાતી રહી હતી. ભારત પાછા વળ્યા પછી મુંબઈ – રાજકોટમાં વકીલાત કરવાના પ્રયત્નોમાં કાંઈક નિષ્ફળ રહ્યા અને પછી પોરબંદરની જ એક મેમણપેઢીનો કેસ લડવા દક્ષિણ આફ્રિકા જવાનું થયું. ‘મારે તો જ્યાંત્યાંથી હિં દુસ્તાન છોડવું હતું. નવો મુલક જોવા नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

મળશે ને અનુભવ મળશે તે જુ દો’ એવા ભાવ સાથે 1893ના એપ્રિલ માસમાં દક્ષિણ આફ્રિકા ઉપડ્યા. પણ મુંબઈ નિવાસ દરમિયાન તેઓ ગીરગામ રહે તા ત્યાંથી પોતાના કાર્યસ્થળે જવા ક્યારે ય ટ્રામમાં બેઠા નથી. જવામાં 45 મિનીટ લાગે અને સાંજ ે ચાલતાં જ પાછા વળે. ચાલવાની આ ટેવ આવનારા સમયના ગાંધીની જરૂરિયાત બની. બ્રિટન ગયા ત્યારે ગાંધીજીમાં જ ે આત્મવિશ્વાસ નહોતો તે હવે દક્ષિણ આફ્રિકા જનારા ગાંધીમાં છે. ત્યાં તેઓ પ્રથમ તો કુ લી બારિસ્ટર તરીકે સંબોધાયા અને ગિરમીટિયા નિમિત્તે હિન્દુસ્તાનીઓનાં અપમાન-ઉપેક્ષાનો અનુભવ કર્યો અને પ્રિટોરિયા જતાં મેરિત્સબર્ગ રે લવે સ્ટેશને એક અંગ્રેજ વડે નીચે ઉતારી દેવાનો ઘાતક બનાવ બન્યો. અહીં તેમણે તેમનો ધર્મ વિચાર્યો, ‘કાં તો મારે મારા હકને સારુ લડવું અથવા પાછા જવું’ તેમને થયું કે મારા પર જ ે દુઃખ પડ્યું તે તો ઉપરચોટિયું છે, મૂળ તો તે રં ગદ્વેષના મહારોગનું લક્ષણ છે અને તેમણે નિશ્ચય કર્યો કે આ ઊંડા રોગ સામે લડવું. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જ આપણને ગાંધીજીનાં પ્રથમ દર્શન કરાવ્યાં. ગાંધી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે તેવા પ્રયત્નો થયા ત્યારે એ નિમિત્તે ગાંધી દૃઢ થયા કે — ‘મારો ધર્મ હં ુ પૂરો સમજી ન શકું ત્યાં લગી મારે બીજા ધર્મનો સ્વીકાર કરવાનો વિચાર ન કરવો.’ ગાંધીજી ખૂબ સભાન પ્રવાસી રહ્યા છે અને જ્યાં પણ ગયા છે, જ ે પણ અનુભવો થયા છે તેમાંથી પોતાના મનુષ્યત્વને અને અંદરના નેતૃત્વભાવને કેળવતા ગયા છે. દક્ષિણ આફ્રિકામાં રહે તા વિવિધ ભાષા-પ્રાંતના હિં દુસ્તાનીઓને એક કરનારું મંડળ સ્થાપ્યું. હિં દુસ્તાનીઓની એકતા અને સંગઠનબળની મહત્તાને તેમણે પ્રમાણવી શરૂ કરી. તેઓ લખે પણ છે કે, ‘પ્રિટોરિયામાં મને જ ે એક વર્ષ મળ્યું તે મારા 335


જીવનમાં અમૂલ્ય હતું. જાહે ર કામ કરવાની મારી શક્તિનું કંઈક માપ મને અહીં મળ્યું, તે શીખવાનું અહીં મળ્યું’, દક્ષિણ આફ્રિકામાં જ સ્વમાનની લડતનું બીજ રોપાયું. નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ અને ગિરમીટિયા ભારતીયો માટેની પહે લી મોટી લડાઈ તેઓ અહીં લડ્યા. આ એવી લડાઈ હતી કે 1915માં તેઓ ભારત પાછા ફર્યા ત્યારે સમગ્ર દેશના લોકો માટે તેઓ સ્વીકૃ ત નેતા બની શકે. પણ તે પહે લાં 1896માં તેઓ ભારત આવેલા અને સ્ટિમર કલકત્તા ઉતારતી હતી તો ત્યાંથી વાયા પ્રયાગ, મુંબઈ પહોંચેલા ને તરત રાજકોટ. દક્ષિણ આફ્રિકામાં તેમણે બે ચોપાનિયાં લખેલાં અને અહીં પણ લખ્યાં અને તેની દસ હજાર નકલ છપાવી. ગાંધીજી પોતાની વાત પહોંચાડવાની યંત્રણા સમજી રહ્યા હતા. ગાંધીના વિચાર પણ એ રીતે પ્રવાસી થયા. ગાંધીના ઘણા પ્રવાસો જુ દા જુ દા લોકોને મળવા માટે થયા છે. 1896માં ભારત આવેલા ત્યારે ન્યાયમૂર્તિ રાનડે, મુંબઈના સિંહ સર ફિરોજશા, જસ્ટિસ બદરુદ્દીન તૈયબજી મળેલા અને ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યુટમાં ભાષણ પણ આપેલું. મુંબઈથી ત્યારે પૂના પણ ગયેલા અને લોકમાન્ય ટિળકને પ્રથમવાર મળવાનું બનેલું અને ગોખલેને ય મળ્યા- પહે લી જ વાર. પૂનાથી મદ્રાસ ગયા અને ત્યાં પણ ભાષણ થયું. મદ્રાસથી કલકત્તા પહોંચ્યા. ત્યાં સુરેન્દ્રનાથ બેનરજીને મળવાનું બન્યું. સ્ટેટ્સમેન, ઇંગ્લિશમેન અખબારોએ તેમના ઇન્ટરવ્યૂ પ્રકાશિત કર્યા. ત્યાંય સભા થતાં થતાં રહી ગઈ કારણ ફરી દક્ષિણ આફ્રિકા જવાનું થયું. એટલે કે 1915ના ગાંધીનું પ્રાથમિક માળખું તો 1896માં તેમણે થોડુ ં રચી જ દીધું હતું. આ માટે તેમણે પ્રવાસ કર્યા હતા. 1896ના અંતે ફરી તેઓ દક્ષિણ આફ્રિકાનો 336

પ્રવાસ કરે છે ત્યારે તેમની ઓળખ આંદોલકની થઈ ચૂકી છે. પત્ની, સંતાનો સાથે પહોંચેલા ગાંધી બ્રહ્મચર્યને આ પ્રવાસ વેળા અપનાવતા થયા 1906થી. ગાંધીજી જાણે જીવનના દરે ક વ્યવહારના સંઘર્ષમાં આવે અને વધુ યોગ્ય શું તે વિચારી પોતાના માટેના નવા અમલ જાહે ર કરે . દક્ષિણ આફ્રિકાથી તેઓ વળી 1901માં ભારત આવેલા. સર દીનશા વાચ્છા, ચીમનલાલ સેતલવાડ વગેરેને કલકત્તા મહાસભા નિમિત્તે મળ્યા. ગોખલે સાથે તો તેઓ એક મહિનો રહ્યા. મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુ ર પછી સ્વામી વિવેકાનંદનેય તેઓ મળવા ગયેલા પણ ત્યારે તેઓ માંદા હતા પણ ભગિની નિવેદિતાને જરૂર મળેલા અને તેમના દમામથી આઘાત પામેલા. ભારતમાં તેઓ તે વેળા, કલકત્તાથી ટ્રેન પ્રવાસથી કાશી, આગ્રા, જયપુર, પાલનપુર થઈ રાજકોટ પાછા વળેલા. કાશીનો તેમનો અનુભવ હતો — ‘મેં અહીં ઈશ્વરને ખોળ્યો, પણ તે ન જડ્યો.’ ગાંધીજીએ આ ભારતનિવાસે ફરી ગીરગામમાં ઘર લીધેલું, સાંતાક્રૂઝમાં બંગલો રાખી રહે લા અને ફરી દક્ષિણ આફ્રિકા ગયેલા. વકીલ તરીકેની મોટી પ્રતિષ્ઠા અને વ્યસ્તતા વચ્ચે તેઓમાં રહે લા લડવૈયાનો આ રીતે સ્વીકાર થયેલો કે તેમના મિત્રો તેમને ‘ભાઈ’ તરીકે સંબોધતા થયા. દક્ષિણ આફ્રિકાના આ પ્રવાસ નિવાસ દરમિયાન જ તેઓ ઇન્ડિયન ઓપીનિયન પ્રગટ કરતા થયા. જ ે મૂળ વિચાર એક ભારતીય નામક મદનજીતનો હતો. ભારતમાં આવ્યા પછી યંગ ઇન્ડિયા અને નવજીવન પ્રગટ કરે તે પહે લાંનો આ આરં ભ છે. 1904માં તેમ તો ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી અને સત્યાગ્રહ શબ્દને પણ તેમણે દક્ષિણ આફ્રિકા દરમિયાન જ અપનાવ્યો અને 1908માં તેમને જ ેલનો અનુભવ થયો તે પણ એ દેશમાં જ. ટૉલ્સ્ટૉય આશ્રમ પણ ત્યાં સ્થપાયો. ગાંધીજી ભારત આવી કોચરબ, સાબરમતીથી માંડી [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સેવાગ્રામ સહિત આશ્રમો સ્થાપે તે પૂર્વે આ પ્રથમ પ્રયોગ હતો. ગાંધી પછીના વર્ષોમાં જ ે ઉપવાસો માટે જાણીતા થયા તે પણ સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં આશ્રમીજીવન દરમિયાન કરે લા — સાત દિવસના અને સાડાચાર માસ એકટાણું. 1914માં તેઓ ત્યાંથી જ ઇંગ્લૅન્ડ ગયા ત્યારે સાથે કસ્તૂરબા અને દક્ષિણ આફ્રિકાના સાથી કેલનબૅક હતા. આ પ્રવાસ સત્યાગ્રહને વધુ દૃઢ બનાવનારો બન્યો. ત્યાંથી તેઓ ભારત પાછા ફર્યાં અને પ્રવાસના બીજા તબક્કાઓ શરૂ થયા.

પ્રવાસી ગાંધી દરે ક પ્રવાસે નવી ઓળખ રચતા થયા છે. તેમના પ્રવાસ હં મેશ અંદર-બહારના રહ્યા છે. એ સમય આજની જ ેમ વધારે વાહનો કે ફોન, ઇન્ટરનેટનો ન હતો. તેની વચ્ચે તેમણે પ્રવાસનું મહત્ત્વ સ્થાપ્યું છે. ગાંધી કંઈ સ્વતંત્રતાના માત્ર શાંત વિચારક ન હતા, તેમણે લોકો પાસે જવાનું મહત્ત્વ સમજ્યું અને પ્રવાસોનો સિલસિલો રહ્યો. 1915 પછીના ગાંધીના પ્રવાસો તો ઝંઝાવાતથી ભરપૂર છે. bakultailor19@gmail.com 

મોહનદાસની પ્રથમ દરિયાઈ મુસાફરીના વર્ણનના અંશ... આગબોટ પરની વ્યવસ્થા મને ઘણી ગમી. આપણે કેબિનોમાં અગર સલૂનમાં બેસીએ છીએ ત્યારે કેબિનો કે સલૂન સ્ટીમરના ભાગ છે એવો ખ્યાલ આપણને રહે તો નથી. કેટલીક વાર તો આગબોટની ગતિ પણ આપણને જરાયે વરતાતી નથી. કામદારો અને ખારવાઓની ચપળતા વખાણવા લાયક હતી. આગબોટ પર સંગીતનાં વાદ્યો હતાં. હં ુ વારં વાર પિયાનો વગાડતો. બોટ પર પત્તાં, શેતરં જ અને ડ્રાફ્ટસની રમતોની વ્યવસ્થા હતી. યુરોપિયન મુસાફરો રાતે કેટલીક રમતો રમતા. તૂતકોથી મુસાફરોને ઘણી રાહત રહે છે. સામાન્યપણે કેબિનોમાં બેસી રહે વાનો આપણને કંટાળો આવે. તૂતકો પર આપણને તાજી હવા મળે. તમારામાં હિં મત હોય ને આગળ પડવાનો ગુણ હોય તો તમારી સાથેવાળા બીજા મુસાફરોમાં તમે ભળી શકો ને તેમની સાથે વાતોમાં ઊતરી શકો. આકાશ ચોખ્ખું હોય ત્યારે દરિયાનો દેખાવ મજાનો હોય છે. એક અજવાળી રાતે હં ુ દરિયો નીરખતો હતો. પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ મને દેખાતું હતું. મોજાંઓ હાલતાં તેથી જાણે ચંદ્ર આમથી તેમ ઝોલાં ખાતો હોય એવું લાગતું હતું. એક અંધારી રાતે આકાશ નિર્મળ હતું ત્યારે તારાઓનાં પ્રતિબિંબ પાણીમાં પડતાં હતાં. તે વખતે અમારી આજુ બાજુ નું દશ્ય ઘણું મનોહર હતું. પહે લાં તો એ શું છે તેની મને કલ્પના ન આવી. તે પ્રતિબિંબો જાણે બધા હીરા વેરાયેલા પડયા હોય એવાં લાગતાં હતાં. પણ હીરો પાણીમાં તરે નહીં એ હં ુ જાણતો હતો. પછી મને વાગ્યું કે માત્ર રાત્રે દેખી શકાય એવાં આગિયા જ ેવાં એ જંતુઓ હશે. આવા વિચારોમાં આકાશ તરફ નજર જતાં હં ુ તરત સમજ્યો કે એ બધું બીજુ ં કંઈ નથી પણ પાણીમાં પડેલાં તારાઓનાં પ્રતિબિંબ છે. — [ગાં. અ. ગ્રંથ : 1, લંડન ડાયરી]

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

337


હિંદ સ્વરાજ : કૃતિવિશેષ અને ભાષા શરીફા વીજળીવાળા નવેમ્બર, 1909માં લંડનથી દક્ષિણ આફ્રિકા પાછા ફરતી વેળાએ દરિયાઈ મોજાંઓના ઝંઝાવાત વચ્ચે જહાજ પર હિં દ સ્વરાજ લખાયું હતું. હિં દ સ્વરાજ લખાયાને સો વર્ષથી ઉપરાંતનો સમય વિત્યો હોવા છતાં તેની વિષયવસ્તુ અંગે સૂક્ષ્મતાથી હજુ પણ ચર્ચાઓ થતી રહે છે. તાજ ેતરમાં શરીફા વીજળીવાળાએ હિં દ સ્વરાજની ભાષા અને તેના સ્વરૂપ અંગે સૂક્ષ્મતાથી રુચે અને પચે તેવી સહજ શૈલીમાં વિવેચન કર્યું છે. વિગતે લખાયેલાં શરીફાબહે નનો આ વિવેચનલેખ ગતાંકથી આગળ…

…નર્મદનું સમાજચિંતન ગુજરાત પૂરતું, એના આફત પ્રગટ થતી અહીં જોઈ શકાય છે. ને એટલે સમયના સામાજિક સુધારા પૂરતું મર્યાદિત હતું. ગાંધીની વાતોમાં માત્ર એમનાં સ્થળ-કાળ નથી. ગાંધી તે હિં દના નિમિત્તે સમગ્ર માનવજાતની વાત કરી રહ્યા છે. આ શબ્દસાધનાની પરિણતિ નથી, આ તો ગાંધીની જીવનસાધનાનો કહો કે હવે પછીના એમના યુગકાર્યનો અર્ક ઠલવાયો છે. એટલે જ આટલી સાદી ને સરળ ભાષા હોવા છતાં અહીં આબાદ શરસંધાન થઈ શક્યા છે. માત્ર હિં દુસ્તાનને નહીં પણ જો શક્ય હોય, તો સમગ્ર વિશ્વને સર્વનાશ ભણીની ગતિમાંથી ઉગારી લેવાની સાચા અંતરની

338

જ આ સાવ નાનકડી પુસ્તિકાને ગ્રંથ કહે વો પડે એટલું અને એવું એનું મૂલ્ય છે. લેખક મિડલટન મરીએ તો એને ગ્રંથ કહ્યો પણ છે : ‘મને લાગે છે કે આધુનિક જમાનામાં લખાયેલાં પુસ્તકોમાં હિં દ સ્વરાજ સૌથી મહાન પુસ્તક છે. હં ુ તેને દુનિયાના આધ્યાત્મિક મહાગ્રંથોમાંનો એક મહાગ્રંથ ગણું છુ .ં ’ કદમાં લઘુ હિં દ સ્વરાજને કુ મારી રે થવોને પણ ‘પ્રચંડ પ્રભાવવાળું પુસ્તક’ (પૃ. ૧૪) કહ્યું છે. શ્રીમતી સોફિયા વાડિયાએ હિં દ સ્વરાજ વિશે કહે લું કે, ‘એમાં ભારતવર્ષના ભવિષ્ય માટે ઉજ્જ્વળ આશા રહે લી છે. એટલું જ નહીં, પણ એમાં યુરોપની અંધાધૂંધીનું નિવારણ કરવાની શક્તિ પણ રહે લી છે.’ દલાઈ લામા સાથે તિબેટમાંથી દેશનિકાલ થઈ ભારત આવેલા તિબેટી સરકારના વડાપ્રધાન સામડોક રિં ગ્પોછે જ ેવા પ્રખર વિદ્વાન હિં દ સ્વરાજ માટે કહે છે : ‘તે ત્રિપિટક પછી લખાયેલો સૌથી વધુ અગત્યનો ગ્રંથ છે, એમ હં ુ માનું છુ .ં બૌદ્ધ ત્રિપિટકમાં જ ે ધર્મ વ્યક્તિને સંબોધીને શિખવાડ્યો છે, તે હિં દ સ્વરાજ આખા સમાજને, આખી દુનિયાને શીખવે છે.’ હિં દ સ્વરાજમાં વ્યક્ત થયેલા ગાંધીના દરે ક વિચાર સાથે વિદ્વાનો સંમત નથી. જૉન મિડલટન મરી કહે છે : ‘અહિં સાને માત્ર રાજનૈતિક દબાણના એક સાધન તરીકે વાપરવામાં આવે ત્યારે તેની [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


શક્તિ જલદી ખૂટી જાય છે…’ (પ્રસ્તાવના પૃ. ૬). જોકે આવા બીજા અનેક પ્રશ્નોના જવાબ મહાદેવ દેસાઈએ આપવાની સંનિષ્ઠ કોશિશ કરી છે. ગાંધીના યંત્રના વિરોધ બાબતે મિડલટન મરી, ડિલાઇલ બર્ન્સ વગેરે સંમત નથી. એમને એમાં વિચારદોષ જણાયો છે. આ સંદર્ભે ૧૯૨૪માં દિલ્હીમાં થયેલ એક સંવાદ મહાદેવ દેસાઈ ટાંકે છે : રામચંદ્રન : આપ યંત્રમાત્રની વિરુદ્ધ છો શું? ગાંધીજી સ્મિત સાથે જવાબ આપે છે : ‘હં ુ કેમ હોઈ શકું? હં ુ જ્યારે જાણું છુ ં કે આ શરીર પણ એક અતિશય નાજુ ક યંત્ર છે. ખુદ રેં ટિયો પણ યંત્ર જ છે. …મારો વાંધો યંત્રો સામે નહીં, પણ યંત્રોની ઘેલછા સામે છે. આજ ે તે જ ેને શ્રમનો બચાવ કહે નારાં યંત્રો કહે વામાં આવે છે તેની લોકોને ઘેલછા લાગી છે. શ્રમનો બચાવ થાય છે ખરો, પણ લાખો લોકો કામ વિનાના થઈ ભૂખે મરતા રસ્તા ઉપર ભટકે છે. સમય અને શ્રમનો બચાવ હં ુ પણ ઇચ્છું છુ ,ં પરં તુ તે અમુક વર્ગનો નહીં, આખી માનવજાતનો થવો જોઈએ… આજ ે તો થોડા માણસોને કરોડોની કાંધ ઉપર ચડી બેસવામાં યંત્રો મદદગાર થઈ રહ્યાં છે. યંત્રોના ઉપયોગની પાછળ પ્રેરક કારણ શ્રમના બચાવનું નથી, પણ ધનના લોભનું છે, અત્યારની આ ચાલુ અર્થવ્યવસ્થા સામે મારી તમામ શક્તિ ખર્ચીને હં ુ યુદ્ધ ચલાવી રહ્યો છુ .ં ’ રામચંદ્રન : ‘ત્યારે તો, બાપુજી, તમારો ઝઘડો યંત્રોની સામે નહીં, પણ અત્યારે ચાલી રહે લાં યંત્રોના દુરુપયોગની સામે છે?’ ગાંધીજી : ‘જરાયે આનાકાની વિના હં ુ કહં ુ છુ ં કે, ‘હા’, પરં તુ એટલું ઉમેરવા ઇચ્છું છુ ં કે યાંત્રિક સંશોધનો અને વિજ્ઞાન એ પહે લપ્રથમ લોભનાં સાધનો મટી જવાં જોઈએ. …મારો ઉદ્દેશ યંત્રમાત્રનો વિનાશ કરવાનો નથી, પણ યંત્રોની મર્યાદા આંકવાનો છે. …આપણે જ ે કાંઈ કરીએ नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

દલાઈ લામા સાથે તિબેટમાંથી દેશનિકાલ થઈ ભારત આવેલા તિબેટી સરકારના વડાપ્રધાન સામડોક રિંગ્પોછે જેવા પ્રખર વિદ્વાન ‘હિંદ સ્વરાજ’ માટે કહે છે : ‘તે ત્રિપિટક પછી લખાયેલો સૌથી વધુ અગત્યનો ગ્રંથ છે, એમ હું માનું છું. બૌદ્ધ ત્રિપિટકમાં જે ધર્મ વ્યક્તિને સંબોધીને શિખવાડ્યો છે, તે ‘હિંદ સ્વરાજ’ આખા સમાજને, આખી દુનિયાને શીખવે છે’

તેમાં પ્રધાન વિચાર માનવહિતનો હોવો જોઈએ…’ (પ્રસ્તાવના પૃ. ૮-૯) આ સમગ્ર વાતચીતનો સારાંશ એ જ છે કે, ગાંધીનો યંત્રો સામેનો વિરોધ જડ નહોતો. મજૂ રોની સ્થિતિમાં સુધારો થાય, ધન પાછળની ગાંડી દોડ અટકે, કારખાનાંઓ સરકારી માલિકીનાં હોય એ બાબત પર ગાંધી ભાર મૂકે છે. આજ ે તો આપણે હિં દ સ્વરાજની બિલકુ લ વિરુદ્ધ દિશામાં જ ચાલી રહ્યા છીએ. ‘કૉંગ્રેસથી સ્વરાજનો પાયો નખાયો એ વાત ઠીક, પણ આ દેશમાં ખરી જાગૃતિ ક્યારે ને કેમ થઈ? એવા વાચકના પ્રશ્નના જવાબમાં ગાંધી જ ે વાત કરે છે તે કેટલી તો સાચી છે? ગાંધી કહે છે : ‘જ ેને તમે ખરી જાગૃતિ ગણો છો તે તો બંગાળના ભાગલાથી થઈ… બંગાળના ભાગલાથી જ ે ધક્કો અંગ્રેજી સત્તાને પહોંચ્યો છે તે ધક્કો બીજા કોઈ પણ કાર્યથી નથી પહોંચ્યો. (પૃ. ૩૧). ને પછી ભવિષ્યવેત્તાની જ ેમ ગાંધી કહે છે : ‘ભાગલા તૂટશે, બંગાળ પાછુ ં જોડાશે, પણ અંગ્રેજી વહાણની જ ે તડ પડી છે તે તો રહે વાની જ. તે દહાડે દહાડે મોટી થશે. જાગેલું હિં દ પાછુ ં સૂઈ જાય એ બનવા 339


ગાંધીના જવાબમાં હિંદુસ્તાની પ્રજાની મૂળભૂત સહિષ્ણુતા અને સમુદારતાની વાત થઈ છે. ૧૯૦૮માં જેની જરૂર હતી તેના કરતાં અનેકગણી ગાંધીની આ વાતોની આજે જરૂર છે આપણને… જરા ધ્યાનથી સાંભળીએ ગાંધીને… તેઓ કહે છે : ‘હિંદુસ્તાનમાં ગમે તે ધર્મના માણસો રહી શકે છે, તેથી કંઈ તે એક પ્રજા મટનાર નથી. …દુનિયાના કોઈ પણ ભાગમાં એક પ્રજાનો અર્થ એક ધર્મ એમ થયો નથી, હિંદુસ્તાનમાં હતો નહીં

જ ેવું નથી…’ (પૃ. ૩૧) બરાબર ૧૯૦૮માં ૧૧૦ વર્ષ પહે લાં — ગાંધીએ ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટ માટે જ ે કહે લું તે આપણી પ્રજાએ ે ી પાર્લમેન્ટ માટે સવાયું સત્ય નથી લાગતું? ચૂંટલ ગાંધી આખા પુસ્તકમાં સૌથી કડક ને કડવું કદાચ પાર્લમેન્ટ માટે જ બોલ્યા છે. કશાં પરિણામ ન આપતી, થોડા થોડા સમયે એક હાથમાંથી બીજા હાથમાં જતી પાર્લમેન્ટને એમણે વાંઝણી અને વેશ્યા કહી છે. તેઓ કહે છે : ‘પાર્લમેન્ટના મેમ્બરો આડંબરિયા અને સ્વાર્થી જોવામાં આવે છે. …મોટા સવાલોની ચર્ચા જ્યારે પાર્લમેન્ટમાં ચાલતી હોય ત્યારે તેના મેમ્બરો લાંબા થઈને પડે છે અથવા બેઠા ઝોલાં ખાય છે… પાર્લમેન્ટમાં મેમ્બરો એવા બરાડા પાડે છે કે, સાંભળનારા કાયર થઈ જાય છે… મેમ્બરો જ ે પક્ષના હોય તે પક્ષ તરફ પોતાનો મત વગર વિચાર આપે છે, આપવા બંધાયેલા છે… જ ેટલો વખત અને પૈસા પાર્લમેન્ટ ગાળે છે તેટલો વખત અને પૈસા જો થોડા સારા માણસોને મળે તો પ્રજાનો ઉદ્ધાર થઈ જાય. આ પાર્લમેન્ટ તો માત્ર પ્રજાનું રમકડુ ં છે, ને તે રમકડુ ં પ્રજાને બહુ ખરચમાં નાખે છે. (પૃ. ૩૮) ૨૦૧8નો વાચક આ વાંચીને મલકાઈ શકે! 340

રે લવેનો વિરોધ કરતા ગાંધી એક બહુ જ મહત્ત્વની વાત કરે છે : ‘રે લવેએ આપણને એક કર્યા છે તે ખોટુ ં છે. તમને અંગ્રેજોએ શીખવ્યું છે કે તમે એક પ્રજા ન હતા, ને થતાં સેંકડો વર્ષો જશે. આ વાત તદ્દન પાયા વગરની છે. જ્યારે અંગ્રેજો હિં દુસ્તાનમાં ન હતા ત્યારે આપણે એક પ્રજા હતા, આપણા વિચારો એક હતા, આપણી રહે ણી એક હતી… ભેદ તો પછી તેમણે જ પાડ્યા… (પૃ. ૫૩). ‘બે અંગ્રેજ એક નથી તેટલા આપણે હિં દી એક છીએ’ એવું કહે તા ગાંધીને વાચક હિં દુમુસ્લિમ સંબંધ વિશે સીધો જ સવાલ કરે છે : ‘હિં દુ-મુસલમાનને તો હાડવેર છે એમ કહે વાય છે… હિં દુ પૂર્વમાં તો મુસલમાન પશ્ચિમમાં પૂજ ે. મુસલમાન હિં દુને બુતપરસ્ત ગણી તેમનો તિરસ્કાર કરે . હિં દુ મૂર્તિપૂજક છે, મુસલમાન મૂર્તિનું ખંડન કરનાર છે; હિં દુ ગાયને પૂજ ે છે, મુસલમાન તેને મારે . હિં દુ અહિં સક, મુસલમાન હિં સક. આમ ડગલે ને ડગલે વિરોધ છે તે ક્યાંથી મટે ને હિં દુસ્તાન ક્યાંથી એક થાય?’ (પૃ. ૫૪) ગાંધીના જવાબમાં હિં દુસ્તાની પ્રજાની મૂળભૂત સહિષ્ણુતા અને સમુદારતાની વાત થઈ છે. ૧૯૦૮માં જ ેની જરૂર હતી તેના કરતાં અનેકગણી ગાંધીની આ વાતોની આજ ે જરૂર છે આપણને… જરા ધ્યાનથી સાંભળીએ ગાંધીને… તેઓ કહે છે : ‘હિં દુસ્તાનમાં ગમે તે ધર્મના માણસો રહી શકે છે, તેથી કંઈ તે એક પ્રજા મટનાર નથી. …દુનિયાના કોઈ પણ ભાગમાં એક પ્રજાનો અર્થ એક ધર્મ એમ થયો નથી, હિં દુસ્તાનમાં હતો નહીં. …ઘણા હિં દુ તથા મુસલમાનના બાપદાદા એક જ હતા, આપણામાં એક જ લોહી છે. …શું ધર્મ બદલ્યો એટલે દુશ્મન થઈ ગયા? શું બંનેનો ખુદા તે જુ દો છે? ધર્મ તે તો એક જ જગ્યાએ પહોંચવાના જુ દા જુ દા રસ્તા છે…’ (પૃ. ૫૬). [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધી ગૌરક્ષા વિશે જ ે વાત કરે છે તે પણ આજના સમયમાં સવાઈ સાચી ઠરે છે. ગાંધી કહે છે : ‘હં ુ પોતે ગાયને પૂજુ ં છુ .ં એટલે કે, માન આપું છુ .ં …પણ જ ેમ હં ુ ગાયને પૂજુ ં છુ ં તેમ હં ુ માણસને પણ પૂજુ ં છુ .ં …ત્યારે શું ગાયને બચાવવા હં ુ મુસલમાનની સાથે લડીશ? હં ુ તેને મારીશ? આમ કરવા જતાં હં ુ મુસલમાનનો તેમ જ ગાયનો દુશ્મન બનીશ. … મને જો ગાયની ઉપર અત્યંત દયા આવતી હોય તો મારે મારો પ્રાણ દેવો પણ કોઈ મુસલમાનનો પ્રાણ લેવો નહીં. …જ્યારે આપણે હઠ કરી ત્યારે ગાયનો વધ વધ્યો. મારો અભિપ્રાય છે કે ગૌરક્ષાપ્રચારિણી સભા તે ગૌવધપ્રચારિણી સભા ગણાવી જોઈએ.’ (પૃ. ૫૭) હિં દુ-મુસલમાન વચ્ચેના કજિયા બાબતે પણ ગાંધી પાસે આવો જ સરળ ઉપાય છે. તેઓ કહે છે : ‘ ‘હા’ને અને ‘ના’ને હમેશાં વેર છે. જો હં ુ વાદ કરું તો મુસલમાન પણ વાદ કરશે. જો હં ુ ટેડો બનીશ તો તે પણ ટેડો થશે. જો હં ુ વેંત નમીશ તો તે હાથ નમશે; ને કદાચ નહીં નમે તો કંઈ હં ુ નમ્યો તે ખોટુ ં કર્યું નહીં કહે વાય. … કજિયો બે માણસથી જ થાય. મારે કજિયો નહીં જ કરવો હોય તો મુસલમાન શું કરે ? અને મુસલમાનને નહીં કરવો હોય તો હં ુ શું કરવાનો હતો? …સહુ પોતપોતાના ધર્મનું સ્વરૂપ સમજી તેને વળગી રહે ને શાસ્ત્રી-મુલ્લાંને વચમાં ન પડવા દે તો કજિયાનું મોં કાળું રહે વાનું…’ (પૃ. ૫૭-૫૯). ગાંધીએ બહુમતી હિં દુ પ્રજા પાસેથી જ ે ઉદારદિલીની અપેક્ષા રાખી હતી એ જો શક્ય બની હોત તો કદાચ દેશના ટુકડા થયા જ ન હોત. પણ આપણે ગાંધીનું કહ્યું માન્યું જ નહીં. એ વાસ્તવવાદી માણસે તો ત્યાં સુધી કહે લું કે, ‘બે ભાઈ ભેળા રહે ત્યારે તકરાર થાય છે. …પણ આપણે તેવી તકરાર પણ મોટી વકીલાત ડહોળીને અંગ્રેજોની અદાલતમાં નહીં नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

હિંદુ-મુસલમાન વચ્ચેના કજિયા બાબતે પણ ગાંધી પાસે આવો જ સરળ ઉપાય છે. તેઓ કહે છે : ‘ ‘હા’ને અને ‘ના’ને હમેશાં વેર છે. જો હું વાદ કરું તો મુસલમાન પણ વાદ કરશે. જો હું ટેડો બનીશ તો તે પણ ટેડો થશે. જો હું વેંત નમીશ તો તે હાથ નમશે; ને કદાચ નહીં નમે તો કંઈ હું નમ્યો તે ખોટું કર્યું નહીં કહેવાય

લઈ જઈએ…’ (પૃ. ૮૦). પણ અંગ્રેજ અદાલતમાં જ વાત ગઈ ને પરિણામે કાયમી ધોરણે દેશ બે ટુકડામાં વહેં ચાઈ ગયો. અંગ્રેજોએ પોતાની સઘળી કૂ ટનીતિ હિં દુસ્તાનને અનેક ટુકડાઓમાં વહેં ચવામાં જ વાપરી. અને આપણે સૌએ ભોળાભાવે, પરસ્પર દુશ્મની વધારીને અંગ્રેજોનું કામ સરળ કરી આપ્યું. અંગ્રેજીના અતિરે કની વાત કરતાં ગાંધી કહે છે : ‘આપણું બધું અંગ્રેજીમાં જ ચાલે. આપણી કૉંગ્રેસ તે અંગ્રેજીમાં ચાલે, આપણાં સરસ છાપાં પણ અંગ્રેજીમાં… આ અંગ્રેજી કેળવણી લઈને જ આપણે પ્રજાને ગુલામ બનાવી છે. એટલે ગાંધી કહે છે : ‘હિં દુસ્તાનને ગુલામ બનાવનાર તો આપણે અંગ્રેજી જાણનાર છીએ. પ્રજાની હાય અંગ્રેજ ઉપર નથી પડવાની, પણ આપણી ઉપર પડવાની છે.’ (પૃ. ૯૭) હિં સા, સત્યાગ્રહ, અસહકાર વગેરે બાબતે ગાંધીના વિચારો જ ેટલા મૌલિક છે એટલા જ દૂરંદેશી પણ છે. એમના સાવ સરળ શબ્દોમાંથી કેવો તો ટાઢો પડકાર પામી શકાય છે તે જરા જુ ઓ : ‘હિં દુસ્તાનની ભાષા અંગ્રેજી નથી પણ હિં દી છે. તે તમારે શીખવી ઘટશે ને અમે તો તમારી સાથે વ્યવહાર અમારી જ ભાષામાં રાખી શકીશું… 341


ગાંધી માટે સાધ્ય કરતાં સાધનશુદ્ધિ વધુ મહત્ત્વની હતી. એટલે જ હિંસક માર્ગે, કોઈને મારી મેળવેલું કશું જ એમને મંજૂર નો’તું. એટલે જ ક્રાન્તિકારીઓની દેશદાઝની કદર કરતા હોવા છતાં ગાંધી એ લોકોના માર્ગને કાયમ ભૂલભરેલો જ ગણતા. હિંસાને કદી ટેકો ન હોય એવું માનતા

અમારે વિલાયતી કે યુરોપી કાપડ ન જોઈએ. આ દેશમાં પેદા થયેલી વસ્તુઓથી અમે ચલાવી લઈશું… તમારી મરજીમાં આવે તો અને બને તો તમે અમને કાપજો; મરજીમાં આવે તો તોપે ઉડાવજો. અમને જ ે પસંદ નથી તે તમે કરો તેમાં અમે તમને મદદ નથી કરવાના, ને અમારી મદદ વિના તમારાથી ડગ ભરી શકાય તેમ નથી…’ (પૃ. ૧૦૬). ‘અંગ્રેજ ગાંસડી બાંધીને ચાલ્યા જશે તો કંઈ હિં દુસ્તાન રાંડશે એમ જાણવાનું નથી’. (પૃ. ૧૦૪). અંગ્રેજના જવાથી કશું જ ખાટુમ ં ોળું નથી થઈ જવાનું એ વાત ગાંધી સાવ છેવાડાનો માણસ પણ સમજી શકે તે રીતે કરે છે. પછી અંગ્રેજો આ ચોપડી જપ્ત ના કરે તો બીજુ ં શું કરે ? ગાંધી હિં દની પ્રજા બાબતે કોઈ શંકામાં નથી. એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે : ‘હં ુ વાચકને એક ચેતવણી આપવા ઇચ્છું છુ .ં તે એમ ન માની બેસે કે આ પુસ્તકમાં જ ે સ્વરાજનો ચિતાર આપ્યો છે તેવા સ્વરાજની સ્થાપના માટે હં ુ આજ ે પ્રયત્ન કરી રહ્યો છુ .ં હં ુ જાણું છુ ં કે હિં દુસ્તાન હજુ એને માટે તૈયાર નથી… એમાં જ ે સ્વરાજનું ચિત્ર આલેખેલું છે તેવું સ્વ-રાજ મેળવવાને હં ુ વ્યક્તિગત રીતે પ્રયત્ન કરી 342

રહ્યો છુ ં ખરો…’ (પ્રસ્તાવના પૃ. ૧૬). ગાંધી અંતે કહે છે : ‘મને લાગે છે કે આપણે સ્વરાજનું નામ લીધું છે પણ તેનું સ્વરૂપ સમજ્યા નથી. તે જ ેવું હં ુ સમજ્યો છુ ં તેવું સમજાવવા મેં (અહીં) પ્રયત્ન કર્યો છે. તેવું સ્વરાજ લેવા ખાતર આ દેહ અર્પણ છે, એમ મન સાક્ષી પૂરે છે…’ (પૃ. ૧૧૧) એટલે ગાંધીજીનું પછીનું જીવનકાર્ય તો આ પુસ્તકમાં જ નિર્ધારિત થઈ ગયેલું. એમનું જીવનકાર્ય બાકીના જગત માટે યુગકાર્ય પુરવાર થયું. સમાજવિજ્ઞાનક્ષેત્રે આ પુસ્તક નવા યુગની ઘોષણા કરે છે તો ભાષાની દૃષ્ટિએ અહીં પંડિતયુગ પૂરો થઈ ગાંધીયુગની માંડણી થતી હોય એવું લાગશે. સર્વોદયની વાત કરતું આ પુસ્તક એક નવી માનવીય સંસ્કૃતિના નિર્માણનું દર્શન પૂરું પાડે છે. માત્ર હિં દને નહીં, સમગ્ર માનવજાતિને વિનાશના માર્ગેથી પાછી વાળી સર્વોદયની દિશામાં લઈ જવાની મથામણ કરતું આ પુસ્તક ગાંધીના પછીના જીવનકાર્યનું સાચા અર્થમાં ઘોષણાપત્ર બની રહે છે. ગાંધી માટે સાધ્ય કરતાં સાધનશુદ્ધિ વધુ મહત્ત્વની હતી. એટલે જ હિં સક માર્ગે, કોઈને મારી મેળવેલું કશું જ એમને મંજૂર નો’તું. એટલે જ ક્રાન્તિકારીઓની દેશદાઝની કદર કરતા હોવા છતાં ગાંધી એ લોકોના માર્ગને કાયમ ભૂલભરે લો જ ગણતા. હિં સાને કદી ટેકો ન હોય એવું માનતા ગાંધી સ્પષ્ટ શબ્દોમાં કહે છે : ‘ધાસ્તીથી મળેલી વસ્તુ ધાસ્તી હોય ત્યાં સુધી જ નભી શકે છે.’ (પૃ. ૭૬). ગાંધી પર જ ેમનો ખાસ્સો પ્રભાવ છે એવા ટૉલ્સ્ટૉય કહે છે : ‘એમાં ચર્ચાયેલો નિ :શસ્ત્ર પ્રતિકારનો વિષય માત્ર હિં દ માટે જ નહિ પણ આખી માનવજાત સારુ સૌથી વધુ મહત્ત્વનો છે.’ ગાંધી જ ે અહિં સા સંસ્કૃતિની વાત કરે છે તેને અમલમાં મૂકવી આજ ે ભલે અઘરી લાગે પણ એના વગર વિશ્વનો છૂટકો જ નથી. સમગ્રપણે ભોગવાદી [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સંસ્કૃતિની સામે વૈકલ્પિક માનવીય સંસ્કૃતિની સ્થાપના માટેની ગાંધીની મથામણને આ પુસ્તકમાંથી પામી શકાય છે. આમ જોઈએ તો તે કાળના યુરોપની સત્તાઓની અથડામણોમાંથી ભડકો થવાની ગાંધીએ આગાહી કરે લી તે પાંચ વર્ષ પછી જ, પહે લા વિશ્વયુદ્ધ રૂપે સાચી પડે છે. એટલે એવું કહી શકાય કે સમય વીતવાની સાથે જ ેમ જ ેમ વિશ્વ વધુ ને વધુ હિં સાની હોળીનો ભોગ બનતું ચાલ્યું, ઉપભોક્તાવાદે માઝા મૂકી તેમ તેમ કદાચ આ પુસ્તકની પ્રસ્તુતતા વધતી જાય છે. આપણે પ્રગતિની વ્યાખ્યા જ ખોટી કરી બેઠા જ ેના પરિણામે સમૃદ્ધિની આંધળી દોટમાં એટલાં તો સ્વકેન્દ્રી બની ગયા કે બીજાનું શું થશે તેની ચિંતા જ ન કરી. આજ ે આખું વિશ્વ સામાજિક, આર્થિક, રાજકીય સ્તરે જ ે સંકટોનો સામનો કરી રહ્યું છે એને ગાંધી એક સદી પહે લાં પામી ગયેલા. હિં દ સ્વરાજ દ્વારા ગાંધી માત્ર હિં દુસ્તાનને જ નહીં, સમગ્ર માનવજાતને ચેતવણી આપે છે. પરં તુ આપણે એ ચેતવણી ઘોળીને પી ગયા. પરિણામે આજ ે વિશ્વની હાલત તો જુ ઓ! પ્રાકૃતિક સ્રોત ખતમ થવા બેઠા, પ્રદૂષણે માઝા મૂકી, પર્યાવરણનું સમતોલન ડામાડોળ થઈ ગયું… આજ ે સમજાય છે કે હિં દ સ્વરાજના વિચારો જરાક પણ વાયવી ન હતા. સાચું હિં દુસ્તાન ગામડે વસે છે, એને સ્વતંત્રતા આપવી તે જ સાચી સ્વતંત્રતા એવી ગાંધીની વાત જો માની હોત તો આજ ે એકાદ ઉદ્યોગ તૂટવાની સાથે સેંકડો ગામડાં તૂટી પડે છે તેવું ના થયું હોત. પણ આપણે વિકાસની આંધળી દોટમાં તૂટતાં જતાં ગામડાં અને ફાલતાં જતાં શહે રો સામે આંખમીંચામણાં કર્યાં. તેના પરિણામે આજ ે ફદફદી ગયેલાં શહે રોની સામે હાથ-કાંડા કાપીને બેઠલ ે ાં ગામડાંઓની બેહાલી જોવાનો વારો આવ્યો છે. ૧૫ કે ૨૦ રૂપિયાનાં ઠંડાં પીણાં સામે લીંબુપાણી કે નાળિયેર नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

સાચું હિંદુસ્તાન ગામડે વસે છે, એને સ્વતંત્રતા આપવી તે જ સાચી સ્વતંત્રતા એવી ગાંધીની વાત જો માની હોત તો આજે એકાદ ઉદ્યોગ તૂટવાની સાથે સેંકડો ગામડાં તૂટી પડે છે તેવું ના થયું હોત. પણ આપણે વિકાસની આંધળી દોટમાં તૂટતાં જતાં ગામડાં અને ફાલતાં જતાં શહેરો સામે આંખ-મીંચામણાં કર્યાં. તેના પરિણામે આજે ફદફદી ગયેલાં શહેરોની સામે હાથ-કાંડા કાપીને બેઠેલાં ગામડાંઓની બેહાલી જોવાનો વારો આવ્યો છે

પીનારનું આરોગ્ય પણ નથી જોખમાતું અને પૈસા આપણા જ દેશના શ્રમજીવીને મળે છે. ગાંધીને અભિપ્રેત સ્વદેશીનો આટલો અર્થ જો ભારત સમજ્યું હોત તો આપણી અત્યારે છે એવી અવદશા ન થઈ હોત. ‘બેકાર લોકોનાં શક્તિ અને સમયનો ઉપયોગ શો?’ એવો પ્રશ્ન ગાંધી પહે લાં છેક ૧૮૭૫માં હરગોવિંદદાસ કાંટાવાળાએ ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તકમાં ઉઠાવેલો. ગાંધી પણ હિં દુસ્તાનનાં ગામડાં, એના મૂળ ધંધા-ધાપા બધું જળવાઈ રહે વું જોઈએ એવું માને છે. ઘણાને ગાંધીનો રે લવે સામેનો વિરોધ ગળે નથી ઊતરતો. પણ એ વિરોધ તત્કાલીન પરિસ્થિતિને સંદર્ભે હતો. અંગ્રેજો આખા દેશમાંથી સઘળું ઉસેટીને પોતાને ત્યાં લઈ જતા હતા. એમાં સૌથી વધુ મદદ એમને રે લવેની મળતી હતી. રે લવે વગર અંગ્રેજો હિં દુસ્તાન પર આટલો કાબૂ ન કરી શક્યા હોત. એમણે પોતાના લાભાર્થે રે લવેની જાળ પાથરી હતી. હિં દુસ્તાનનો અર્થશાસ્ત્રનો ઇતિહાસ વાંચનારને ગાંધીનો રે લવે સામેનો વિરોધ જરાય ખોટો નહીં લાગે. ગાંધીના વિરોધને સમજવા વાચકે પોતીકો વિવેક વાપરવો પડશે. સાથે યાદ રાખવાનું કે આ જ 343


ગાંધીએ ૧૯૪૫માં પંડિત નેહરુને એક પત્રમાં લખેલું કે, ‘મારી કલ્પનાના ગામમાં રે લવે પણ હશે, ટપાલ પણ હશે…’ એટલે હિં દ સ્વરાજ સામે થોડોક ગોકીરો તો આપણે વિવેક વાપર્યા વગર જ કરીએ છીએ. આ પુસ્તક લખવા પાછળ મૂળ હે તુ એટલો જ હશે કે, આપણું જ ે હતું તે સારું હતું, સાચવી રાખવા જ ેવું હતું એવું ગાંધી ભાર દઈને કહે વા માગે છે. એટલે જ ક્યારે ક આવેશમાં, અભિનિવેશપૂર્વક તેઓ પોતાની વાત મૂકે છે તો ક્યારે ક જાણે કે વિનવણી કરતા હોય એમ કહે છે : ‘હિં દના હિતેચ્છુ ઓએ હિં દી સુધારાને જ ેમ બાળક માને વળગી રહે તેમ

વળગી રહે વું ઘટે છે.’ જો આપણે અંગ્રેજોની રાજકીય પકડમાંથી છૂટવું હોય તો એમની કેળવણી, એમની અન્ય સુખ-સગવડો, એમના વકીલો-દાક્તરો… આ બધાંમાંથી પણ છૂટવું પડે એવી ગાંધીજીની વાત સો ટચના સોના જ ેવી હતી. આમાં અસંમત થવા જ ેવું કશું જ નો’તું. વાસ્તવની ભોંય પર જીવતા માણસે જોયેલું આ એક સપનું હતું. પોતે જ ે માને છે તેને આચરણમાં મૂકવાની જ ેની તૈયારી હતી એવી વ્યક્તિનું આ સપનું હતું. આપણને જો એ ગળે ન ઊતરે તો આપણી માટી એટલી કાચી, ગાંધીનો એમાં જરાય વાંક નથી. 

કર્મ અને શબ્દ શક્તિનો અનુબંધ ગાંધીજી મુખ્યત્વે કર્મના માણસ હતા, શબ્દના નહીં, એમનું ચાલે તો શબ્દ વગર જ ચલાવે. પછીથી અઠવાડિયે એક દિવસ મૌનનો એમણે રાખ્યો પણ હતો. મણ પ્રવચન કરતાં અધોળ આચરણ વધે એવી એમની શ્રદ્ધા. પણ એમણે જોયું કે શબ્દ પણ મોટી શક્તિ છે, કર્મને પ્રેરનારી શક્તિ છે, ક્યારે ક શબ્દ કર્મસમોવડો પણ નીવડે છે. એટલે એમણે શબ્દની શક્તિને પણ યોજી, ભરપૂર યોજી, સબળપણે - સફળપણે યોજી. શરૂઆતમાં શબ્દ એમને વશ નથી એવું ઇંગ્લંડમાં ભાષણ આપવા ઊભા થયા અને એક જ વાક્ય બેત્રણ વાર બોલીને આગળ ન વધી શક્યા અને બેસી જવું પડ્યું એ જાતના દાખલા પરથી માનવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપીનિયન’નું ગુજરાતી જોઈને પણ કોઈને એવું લાગે. છતાં જરી બારીકાઈથી તપાસતાં, ગાંધીજીમાં ભલે વાગ્મિતા જોવા ન મળતી હોય પણ એમનામાં કથનની સુરેખતા અને સરળતાનાં તો લગભગ સર્વત્ર દર્શન થશે. ‘ઇન્ડિયન ઓપીનિયન’માં બધાં લખાણો એવાં નથી, પણ જ ે ગાંધીજીનાં ખાતરીપૂર્વક છે તેની ભાષા હૃદય સોંસરી ઊતરી જાય એવી જોવા મળે છે. — [ઉમાશંકર જોશી, ગાંધીજીનું સાહિત્ય પ્રસ્તાવનામાંથી]

344

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીના ‘હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના ડૉ. અશ્વિનકુ માર

ઈ.સ. ૧૯૦૯માં મો. ક. ગાંધીએ માતૃભાષા ગુજરાતીમાં હિં દ સ્વરાજ લખ્યું. તેમણે

તેનો અંગ્રેજી અનુવાદ ‘ઇન્ડિયન હોમ રુલ’ નામે કર્યો. ઈ.સ. ૧૯૧૨માં ગોપાલકૃષ્ણ ગોખલે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમણે આ અનુવાદ જોયો. ગોખલેને ગાંધીનું આ લખાણ અણઘડ લાગ્યું. તેમને ગાંધીના આ વિચારો ઉતાવળે બાંધેલા લાગ્યા. ગોખલેએ ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે, હિં દમાં એક વરસ રહ્યા પછી ગાંધી જાતે જ આ પુસ્તકનો નાશ કરી દેશે. આજ ે ગોખલે હોત તો તેઓ કબૂલ કરત કે, તેમણે સો વર્ષ પહે લાં જ ે પુસ્તકનું ભવિષ્ય ભાખ્યું હતું તે તો ભવિષ્યનું પુસ્તક હતું! એક કાળે હિં દ સ્વરાજ વિશે ગોખલેનો મત હતો કે, “આ મૂરખ માણસની કૃતિ છે.” આજના કાળે ગોપાલકૃષ્ણ હોત તો મોહનદાસના હિં દ સ્વરાજ વિશે આપણને કહે ત : “મૂરખ, આ માણસની કૃતિ છે!” લોર્ડ લોધિયન સેવાગ્રામ આવ્યા ત્યારે તેમણે મહાદેવ દેસાઈ પાસે હિં દ સ્વરાજની નકલ માગી હતી. લોર્ડ લોધિયને કહ્યું હતું : “ગાંધીજી અત્યારે જ ે કંઈ ઉપદેશી રહ્યા છે તે આ નાનકડી ચોપડીમાં બીજરૂપે પડેલું છે, અને ગાંધીજીને બરાબર સમજવા માટે એ ચોપડી ફરી ફરી વાંચવી ઘટે છે.” ગાંધીવિચાર અને ગ્રામચેતનાને મૂળથી સમજવા માટે હિં દ સ્વરાજને વધુ અને વધુ વખત વાંચવી-પચાવવી પડે એમ છે. नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

345


ગ્રામસમાજને માતૃભાષા સાથે એક જ સંબંધ હોય છે : સીધો! હિં દ સ્વરાજમાં ગાંધી સ્વરાજ અંગે માંગણી કરે અને સ્વભાષા અંગે લાગણી વ્યક્ત ન કરે એ કેમ બને? તેઓ લખે છે : “આપણે સ્વરાજની વાત પરભાષામાં કરીએ છીએ એ કેવી કંગાલિયત!” (પૃ. ૬૫) હિં દુસ્તાન સેંકડો, હજારો નહીં, પણ લાખો ગામડાંનો બનેલો મુલક છે. આથી, ગાંધી સઘળી પ્રાદેશિક ભાષાઓની ચિંતા કરતાં કહે છે : “મને તો લાગે છે કે આપણે આપણી બધી ભાષાને ઉજ્જવળ કરવી ઘટે છે.”(પૃ.૬૬) મો. ક. ગાંધીએ હિં દ સ્વરાજ લખ્યું ત્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં લગભગ સોળ વરસનો સંગ અને સાન મેળવી ચૂક્યા હતા. આટલો લાંબો વખત વતનથી દૂર રહે વા છતાં તેમની માતૃભાષામાં ગ્રામીણ સંદર્ભ સચવાયેલો માલૂમ પડે છે. હિં દ સ્વરાજનાં લખાણમાં વપરાયેલાં કેટલાંક દાખલા-દલીલો, કહે વતો-રૂઢિપ્રયોગોમાં ગ્રામવાસ્તવનું ઠાલું ગૌરવ નહીં, પણ ઠોસ રવ સંભળાય છે. તેની સાબિતી આ રહી : “તમે જરા ખામોશ પકડશો તો તમને જ ે જોઈએ છે તે જ મળશે. ‘ઉતાવળે આંબા ન પાકે’, એ કહે વત યાદ રાખજો.”(પૃ.૦૨); “હમેશાં બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીની નીચે કરે છે ને પોતે નાબૂદ થાય છે ત્યારે ઝાડ જમીન ઉપર જોવામાં આવે છે.”(પૃ.૦૬); “મારે દરિયો ઓળંગવાનું સાધન વહાણ જ હોઈ શકે. જો ગાડુ ં પાણીમાં ઝંપલાવું તો ગાડુ ં અને હં ુ બંને તળિયે જઈએ.”(પૃ.૪૮) ગાંધી ખેતીના કામને ખાવાના ખેલ નથી માનતા! તેમનું એ મતલબનું માનવું છે કે, નિર્ભયતાનું પ્રમાણ આપવું એટલે ખેતરમાં પથારી કરવી! ગાંધી દૃઢપણે કહે છે : “જાણજો કે જ ે દેશમાં પહાડી લોકો વસે છે, જ ેમાં વાઘવરુ વસે છે, તે દેશમાં રહે નારા માણસો જો ખરે ખરા બીકણ હોય તો તેઓનો નાશ જ થાય. તમે કોઈ દિવસ ખેતરોમાં ગયા છો? તમને હં ુ 346

ખાતરીપૂર્વક કહં ુ છુ ં કે, ખેતરોમાં આપણા ખેડૂતો નિર્ભય થઈને આજ પણ સૂએ છે; ત્યારે ત્યાં અંગ્રેજ અને તમે સૂવાની આનાકાની કરશો. બળ તે નિર્ભયતામાં રહ્યું છે; શરીરમાં માંસના લોચા બહુ હોવામાં બળ નથી, એ તમે થોડો જ ખ્યાલ કરશો તો જાણી લેશો.”(પૃ.૨૩) ગાંધીના મતે હિં દુસ્તાનની ઓળખ એટલે ખેતીનો મુલક. ગાંધી હિં દુસ્તાનની ખેતીની વાત કરે અને ગાયનો મહિમા ન ગાય એ કેમ બની શકે? તેઓ કહે છે : “હં ુ પોતે ગાયને પૂજુ ં છુ ,ં એટલે કે માન આપું છુ .ં ગાય એ હિં દુસ્તાનની રક્ષા કરનારી છે, કેમ કે તેની પ્રજા ઉપર હિં દુસ્તાન, જ ે ખેતીનો મુલક છે, તેનો આધાર છે. સેંકડો રીતે ગાય એ ઉપયોગી પ્રાણી છે.”(પૃ.૨૯) જોકે, ગાંધી કૃષિ અને ગોપાલનની ચર્ચામાં છેવટે તો એકતા અને અહિં સાને જ વધારે ગુણ આપે છે. પૂર્વજોએ બાંધેલી હદનો ઉલ્લેખ કરતાં, ગાંધી ગામની વાત આ રીતે કહે છે : “તેઓએ વિચાર્યું કે મોટાં શહે રો સ્થાપવાં તે નકામી ભાંજગડ છે. તેમાં લોકો સુખી નહીં થાય. તેમાં સોનેરી ટોળીઓ અને સફે દ ગલીઓ જાગશે, રાંક માણસો તવંગરોથી લૂંટાશે. તેથી તેઓએ નાનાં ગામડાંથી સંતોષ રાખ્યો.”(પૃ.૩૯) ‘ગામ’ની સાથે-સાથે 'આમ'ની વાત કરતાં તેઓ કહે છે : “આમ(સામાન્ય) પ્રજા તો તેથી નિરાળી રીતે પોતાના ખેતરનું ધણીપદું કરતી. તેઓની આગળ ખરું સ્વરાજ હતું.” (પૃ.૪૦) 'શું હિં દુસ્તાનમાં તોપબળ નથી ચાલ્યું?' એવો સવાલ પૂછનાર વાચકને અધિપતિ જવાબ આપે છે : “તમારે મન હિં દુસ્તાન એટલે ખોબા જ ેટલા રાજાઓ છે. મારે મન તો હિં દુસ્તાન તે કરોડો ખેડૂતો છે કે જ ેના આધારે રાજા તથા આપણે બધા વસીએ છીએ.”(પૃ.૫૮) આવું કહીને ગાંધી દેશનાં લાખો ગામડાંમાં વસતા કરોડો ખેડૂતોને દેશનું ચાલકબળ ગણાવીને ગ્રામચેતના પ્રગટાવે છે. આના અનુસધ ં ાનમાં [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


એક ગામનું ઉદાહરણ આપીને તેઓ સત્યાગ્રહ અને સ્વરાજને સાંકળતાં કહે છે : “મને ખ્યાલ છે કે એક રાજસ્થાનમાં રૈ યતને અમુક હુકમ પસંદ નહીં પડ્યો તેથી રૈ યતે ગામ ખાલી કરવાનું શરૂ કર્યું. રાજા ગભરાયા ને રૈ યતની માફી માંગી ને હુકમ પાછો ખેંચ્યો. આવા દાખલા તો ઘણા મળી શકે છે. પણ તે મુખ્યત્વે કરીને ભરતભૂમિનો જ પાક હોય. આવી જ્યાં રૈ યત છે, ત્યાં સ્વરાજ છે. તે વિનાનું સ્વરાજ તે કુ રાજ છે.”(પૃ.૫૯) મો. ક. ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રસ્કિનના અનટુ ધિસ લાસ્ટ પુસ્તકના વાચન-ચિંતન-મનનના પગલે પ્રગટાવેલા સર્વોદયના સિદ્ધાંતોને, હિં દ સ્વરાજની ગ્રામ-ચેતનાના પૂર્વ સંદર્ભે ખાસ યાદ કરવા જ ેવા છે. તેઓ સત્યના પ્રયોગોમાં લખે છે : “સર્વોદયના સિદ્ધાંતો હં ુ આમ સમજ્યો : (૧) બધાના ભલામાં આપણું ભલું રહે લું છે. (૨) વકીલ તેમ જ વાળંદ બન્નેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે. (૩) સાદું મજૂ રીનું ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.”(ગાંધી, ૨૦૦૯, પૃ.૨૭૫-૨૭૬) હિં દ સ્વરાજના જન્મ આસપાસનાં વર્ષોમાં ગાંધીએ ફિનિક્સ વસાહત અને ટૉલ્સ્ટૉય વાડી થકી ગ્રામજીવન શૈલીનો ડિલથી અને દિલથી સ્વીકાર કરી લીધો છે. ગાંધીજી બળદગાડાનાં પૈડાં અને ચરખાનાં ચક્રોને ગતિમાં રાખવાનું કહે એટલે દુનિયાનો વિકાસ અટકી પડે? આધુનિક સુધારાની ટીકાઓની સમીક્ષા કરતાં, અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક રમેશ બી. શાહ નોંધે છે : “આધુનિક ઉદ્યોગો અને યંત્રો અંગેના ગાંધીના વિચારો વિશે મોટા પ્રમાણમાં ગેરસમજ થઈ છે. ગાંધીજી શું બળદગાડાં અને ચરખાની પ્રાચીન ટેક્નોલોજીને વળગી રહે વા માગતા હતા? તેમને શું દેશના ઉદ્યોગીકરણનો વિરોધ હતો? આ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે ઉદ્યોગીકરણ અંગેની ગાંધીજીની नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

પૂર્વજોએ બાંધેલી હદનો ઉલ્લેખ કરતાં, ગાંધી ગામની વાત આ રીતે કહે છે : “તેઓએ વિચાર્યું કે મોટાં શહેરો સ્થાપવાં તે નકામી ભાંજગડ છે. તેમાં લોકો સુખી નહીં થાય. તેમાં સોનેરી ટોળીઓ અને સફેદ ગલીઓ જાગશે, રાંક માણસો તવંગરોથી લૂંટાશે. તેથી તેઓએ નાનાં ગામડાંથી સંતોષ રાખ્યો”

દૃષ્ટિને સમજવી જરૂરી છે. ડેનિયલ હે મિલ્ટન પરના પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું કે, “ઉદ્યોગીકરણના આધુનિક અર્થમાં ભારતને ઉદ્યોગીકરણની જરૂર નથી.” પશ્ચિમમાં જ ે ઉદ્યોગીકરણ થયું તેમાં મૂડીપતિઓ અને મજૂ રો એવા બે વિભાગોમાં સમાજ વહેં ચાઈ ગયો હતો, કારણ કે યંત્રો વગેરે ઉત્પાદનનાં ભૌતિક સાધનો એટલાં મોટાં અને કીમતી બની ગયાં કે જ ેથી કામદારો તેના માલિક બનીને સ્વતંત્ર રીતે ઉત્પાદન ન કરી શકે. આ યંત્રોની માલિકી મૂડીપતિઓના નાના વર્ગ પાસે આવી ગઈ અને કામદારો રોજગારી માટે લાચારીની સ્થિતિમાં આવી ગયા.” (શાહ, ૨૦૦૮, પૃ.૨૮) આધુનિક સુધારની એક લાક્ષણિકતા ઉત્પાદન પદ્ધતિમાં આવેલ પરિવર્તન છે એવું કહીને ત્રિદીપ સુહૃદ નોંધે છે : “… કૃષિ ઉદ્યોગ બને છે, તેમાં શરીર શ્રમનું યોગદાન ઘટે છે અને યંત્રો દ્વારા ઉત્પાદન થાય છે. સાથે જ ઉત્પાદનમાં વૃદ્ધિથી મૂડીનો સંચય થાય છે. મૂડી સંચય વિના કૃષિથી કારખાનાંની મજલ કાપી શકાય નહીં. આધુનિક સુધારમાં શ્રમ અને મૂડી વચ્ચેનાં સમીકરણ બદલાય છે; મૂડીનો પ્રકાર બદલાય છે. જમીન અને શ્રમશક્તિ કરતાં મૂડી સંચયને પ્રાધાન્ય 347


ગ્રામસ્વરાજ અંગેનું બીજ રૂપ ચિંતન આપણને હિંદ સ્વરાજમાં મળે છે, એવું સ્પષ્ટપણે માનનાર કાંતિ શાહનો મત આ મુજબ છે : “આજે અહિંસક સમાજ-રચનાની આછી-પાતળી રૂપરેખા આપણી સામે આવી છે. ગાંધીએ બહુ પહેલાં એ વાત સમજી લીધી હતી કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને કારણે સત્તા અને સંપત્તિના કેન્દ્રીકરણનો રસ્તો ખૂલી જશે તથા કેન્દ્રિત સત્તા ને કેન્દ્રિત સંપત્તિ આખી માનવજાતને પોતાની ગુલામ બનાવી લેશે

મળે છે અને મૂડીપતિ જ ે ઉત્પાદનનાં સાધનો અને શ્રમ ખરીદી શકે છે તેને અન્યના શ્રમનો લાભ મળે છે. સાથે, ઉત્પાદનના સ્થળમાં પણ ફે રબદલ આવે છે. શ્રમ કારખાનાંઓમાં એકત્રિત થાય છે અને ત્યાં શ્રમ વિક્રય થાય છે…” (સુહૃદ, ૨૦૦૮, પૃ.૭૯) પ્રાચીન હિં દ અને ગ્રામીણ સંસ્કૃતિ સારુ ગાંધીજીએ હિં દ સ્વરાજમાં રજૂ કરે લા વિચારો અંગે રમણ મોદી કહે છે : “પ્રાચીન હિં દના ઋષિમુનિઓએ તિતિક્ષાપૂર્વક ખીલવેલી પરાવિદ્યાને અને નિપજાવેલી હિં દની સંસ્કૃતિને લક્ષમાં લઈ ગાંધીજીએ કહ્યું : “રોમ ધૂળધાણી થઈ ગયું, ગ્રીસનું નામ જ રહ્યું, ફિરિયા(ઇજિપ્ત)ની બાદશાહી ચાલી ગઈ, જાપાન પશ્ચિમના પંજામાં આવ્યું. ચીનનું કંઈ કહે વાય નહીં. પણ પડ્યું આખડ્યું તોપણ હિન્દુસ્તાન હજુ તળિયે મજબૂત છે.” અહીં એમની પ્રબળ દેશભક્તિ દૃષ્ટિએ પડે છે, અને હૃદયમાંથી આવતી વાણીનું બળ અહીં દેખાય છે. શહે રી સભ્યતા અને સુધારા કરતાં વધારે ચિરં જીવી એવી ગ્રામસંસ્કૃતિની ભવ્યતા સમજાવતું ઋષિઓનું આર્ષદર્શન રજૂ કરતાં કહ્યું : “આપણા પૂર્વજોએ જોયું કે સંચા વગેરેની જંજાળમાં માણસો પડશે તો પછી ગુલામ જ બનશે ને પોતાની નીતિ 348

તજશે. તેઓએ વિચારપૂર્વક કહ્યું કે આપણે હાથેપગે જ ે બને તે જ કરવું. હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે. તેમાં જ તંદુરસ્તી છે.” (મોદી, ૨૦૦૭, પૃ.૭૯) અહિં સક સમાજરચનાની દિશામાં ગ્રામસ્વરાજ અંગેનું બીજ રૂપ ચિંતન આપણને હિં દ સ્વરાજમાં મળે છે, એવું સ્પષ્ટપણે માનનાર કાંતિ શાહનો મત આ મુજબ છે : “આજ ે અહિં સક સમાજરચનાની આછી-પાતળી રૂપરે ખા આપણી સામે આવી છે. ગાંધીએ બહુ પહે લાં એ વાત સમજી લીધી હતી કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને કારણે સત્તા અને સંપત્તિના કેન્દ્રીકરણનો રસ્તો ખૂલી જશે તથા કેન્દ્રિત સત્તા ને કેન્દ્રિત સંપત્તિ આખી માનવજાતને પોતાની ગુલામ બનાવી લેશે. એટલા માટે જ એમણે ગ્રામસ્વરાજનો અને વિકેન્દ્રીકરણનો વિચાર મૂક્યો. એમણે કહ્યું કે ભારતે જો પોતાનો વિકાસ અહિં સાની અર્થાત અ-શોષણની અને ન્યાયની દિશામાં કરવો હશે, તો તેણે ઘણીખરી ચીજોનું વિકેન્દ્રીકરણ કરવું પડશે. તેને બદલે જો કેન્દ્રીકરણ કરવામાં આવશે, તો તેને કાયમ રાખવા માટે અને તેની રક્ષા કરવા માટે હિં સાનો આશરો લેવો અનિવાર્ય બની જશે. અહિં સક સમાજરચના સ્વાવલંબી અને સ્વાશ્રયી ગામોના આધાર પર જ ઊભી કરી શકાય.”(શાહ, ૨૦૦૮, પૃ.૨૦૭) કાંતિ શાહ હિં દ સ્વરાજને ‘સર્વોદયનું ઘોષણાપત્ર’ કહે છે, એ કેટલું સચોટ અને સૂચક છે! સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ, ‘ચેતના’ એટલે (૧) ચૈતન્ય; જીવનશક્તિ અને (૨) સમજશક્તિ. આ અર્થમાં આંખો ઝીણી કરીને ભાળીએ તો, હિં દ સ્વરાજમાં ગાંધી જગ-જડતા સામે ગ્રામચેતના પ્રગટાવે છે. શરીરશ્રમ ભલે શહે રની શરમ હોય પણ ગામનો ધરમ હોય છે. ગાંધીના મતે પરસેવાનું એક જ કરમ હોઈ શકે : વહે તા રહે વાનું! આથી, તેઓ ભારપૂર્વક કહે છે : “હાથપગ વાપરવામાં જ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ખરું સુખ છે, તેમાં જ તંદુરસ્તી છે.”(પૃ.૩૯) ગાંધીની ચિંતા ‘આધુનિક સુધારા’ સામે છે. તેમના મતે આ ‘સુધારો’ નહીં પણ ‘કુ ધારો’ છે. જ ે મુખ્યત્વે ગ્રામજગતનું ધનોત-પનોત કાઢી નાખવા પૂરતો સક્ષમ છે. ગાંધીનો વિરોધ યંત્રો સામે નહીં પણ યંત્રોની ઘેલછા સામે છે. ગામનું છત્ર, સત્ર અને તંત્ર વેરણ-છેરણ કરી નાખવું એ યંત્રની ટોળકીનો એક જ મંત્ર હોઈ શકે. ગ્રામજનો હાથ-પગ હલાવતાં બંધ થાય એટલે છેવટે એમના હાથ-પગ તોડી શકાય! ગાંધીના હિં દ સ્વરાજની ગ્રામચેતનામાં સંસ્કૃતિ અને સમભાવ, સ્વદેશી અને સ્વરાજ, સત્યાગ્રહ અને

સર્વોદય સમાયેલાં છે. ‘આર્યન પાથ’ નામના અંગ્રેજી માસિકના સપ્ટેમ્બર, ૧૯૩૮માં પ્રગટ થયેલા હિં દ સ્વરાજ અંક માટે મોકલેલા સંદેશામાં ગાંધીજી લખે છે : “વાચક એ પણ જાણે કે દક્ષિણ આફ્રિકાના હિં દીઓમાં જ ે સડો પેસવાની અણી પર હતો તે આ લખાણે અટકાવ્યો હતો.” આજ ે ભારતનાં મોટાં ભાગનાં ગામડાં ગૂમડાં બની રહ્યાં છે ત્યારે , ગાંધીએ હિં દ સ્વરાજ થકી પ્રગટાવેલી ગ્રામચેતનાથી સાચું ગ્રામ સ્વરાજ આવશે. અને એ રસ્તે આગળ ચાલવાથી ખરે ખર હિં દ સ્વરાજ થશે. Email : ashwinkumar.phd@gmail.com

સંદર્ભ-સૂચિ ગાંધી, મોહનદાસ કરમચંદ(૨૦૦૮). હિં દ સ્વરાજ (પહે લી આવૃત્તિ, ૧૯૨૨; પુનર્મુદ્રણ, ૨૦૦૮). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર. ગાંધી, મોહનદાસ કરમચંદ(૨૦૦૯). સત્યના પ્રયોગો અથવા આત્મકથા (પહે લી આવૃત્તિ, ૧૯૨૭; પુનર્મુદ્રણ, ૨૦૦૯). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર. મોદી, રમણ(૨૦૦૭). ગાંધીજીનું સાહિત્ય (પહે લી આવૃત્તિ, ૧૯૭૧; પુનર્મુદ્રણ, ૨૦૦૭). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

શાહ, કાંતિ(૨૦૦૮). હિં દ સ્વરાજ: એક અધ્યયન (પ્રથમ આવૃત્તિ, ૨૦૦૭; બીજી આવૃત્તિ, ૨૦૦૮). વડોદરા : યજ્ઞ પ્રકાશન સમિતિ. શાહ, રમેશ બી.(૨૦૦૮). હિં દ સ્વરાજ : અહિં સક સંસ્કૃ તિની ખોજ. અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠ. સુહૃદ, ત્રિદીપ(૨૦૦૮). હિં દ સ્વરાજ્ય વિશે. વડોદરા : પૂર્વ પ્રકાશ.

આપણી પ્રજાના હાડમાં સામ્રાજ્ય નથી

સામ્રાજ્યો શક્તિશાળી હોય છે, ઇતિહાસમાં શોભે છે, સાહિત્યકારો એનાં ગુણગાન ગાય છે, પરદેશના લોકો એનાથી ધ્રૂજ ે છે, વૈભવવિલાસની સંસ્કૃતિ સામ્રાજ્ય તળે જ ફૂલે છે ફાલે છે, એ ખરુ; પણ સામ્રાજ્યોમાં પ્રજા સુખી જ હોય છે, નિર્ભય હોય છે, નીતિમાન હોય છે, ધાર્મિક હોય છે, એવી ખાતરી કોણ આપી શકે? સ્વરાજ અને સામ્રાજ્ય એ પરસ્પર વિરોધી આદર્શો છે. પ્રજાને સુખી કરવી હોય તો સામ્રાજ્યનો નાશ કર્યે જ છૂટકો, એવી માન્યતા બંધાઈ. આપણા સાહિત્યમાં સામ્રાજ્યનાં વખાણ આવે છે એ ખરુ; પણ આપણો ઇતિહાસ તપાસીએ તો હજારો વરસના આપણા રાષ્ટ્રજીવનમાં બધાં સામ્રાજ્યોએ મળીને માંડ છસોથી હજાર વરસનો ગાળો વ્યાપ્યો છે. એ જોઈને વિશ્વાસ વધ્યો કે આપણી પ્રજાના હાડમાં સામ્રાજ્ય નથી પણ સ્વરાજ છે. ગામડાંની સંસ્કૃતિવાળા આ દેશમાં એ જ યોગ્ય છે. — [કાલેલકર ગ્રંથાવલિ : 5, 270]

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

349


‘લાઇફ’નાં જગવિખ્યાત ફોટોગ્રાફર માર્ગારેટ બૉર્ક-વ્હાઇટે લીધેલો ગાંધીજીના જીવનનો સંભવત: છેલ્લો સત્તાવાર ઇન્ટરવ્યૂ ઉર્વીશ કોઠારી

ગાંધીજીને નજીકથી જોનાર અને સમજવાનો જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે તેમણે લીધેલા

પ્રયાસ કરનાર વિદેશી પત્રકારોમાં માર્ગારે ટ બૉર્કવ્હાઇટ/ Margaret Bourke-Whiteનું નામ લેવું પડે. વ્યવસાયે તો એ બહાદુર-બાહોશ ફોટોગ્રાફર હતાં. ‘લાઇફ’ સાપ્તાહિક માટે તેમણે લીધેલી બીજા વિશ્વયુદ્ધની તસવીરો વિના વીસમી સદીની તવારીખ અધૂરી ગણાય. વિશ્વયુદ્ધ પૂરું થયા પછી ૧૯૪૬માં તે ભારત આવ્યાં. ત્યાર પછી ૧૯૪૭-૪૮માં થોડા મહિના માટે ફરી પાછાં આવ્યાં. ‘લાઇફ’ અને માર્ગારે ટ બૉર્ક-વ્હાઇટ થકી ભારતીય નેતાઓ અને જાહે ર જીવનના માણસોની આખી ઇન્દ્રસભાની ઉત્તમ તસવીરો આપણને મળી, જ ે સામાન્ય સંજોગોમાં ન લેવાઈ હોત અથવા અત્યારે મળી શકે એ રીતે ન સચવાઈ હોત. માર્ગારે ટ બૉર્ક-વ્હાઇટની તસવીરકળા જુ દા લેખનો વિષય છે. આ લેખમાં વાત છે ૩૦

રેં ટિયો કાંતતાં માર્ગારે ટ બોર્ક-વ્હાઇટ

350

ગાંધીજીના, સંભવતઃ છેલ્લા, ઇન્ટરવ્યૂની. ‘હં ુ ઑટોગ્રાફ લેવાની શોખીન નથી’ એવું જાહે ર કર્યા પછી માર્ગારે ટ ે લખ્યું કે, ‘ગાંધીજીના બે ફોટા ‘બનાવવામાં’ એટલો કકળાટ પડ્યો હતો કે એ બે પર મારે ગાંધીજીના હસ્તાક્ષર લેવા હતા.’ તેના માટે ૨૯ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ એ ગાંધીજીને મળ્યાં. હસ્તાક્ષર માગ્યા એટલે ગાંધીજીએ તરત કહ્યું, ‘એક (હસ્તાક્ષર)ના પાંચ રૂપિયા થશે.’ માર્ગારે ટ ે આશ્ચર્યનો આંચકો ખાઈને પર્સમાંથી દસનું પત્તું કાઢ્યું. એટલે ગાંધીજીએ સમજાવ્યું કે, ‘આ હરિજન ફં ડ માટે છે’ અને એ વિશે થોડી વધુ વાત કરી. માર્ગારે ટ બૉર્ક-વ્હાઇટ જાણતાં હતાં, પણ એ ચૂપ રહ્યાં. પછી તેમણે કહ્યું કે ‘આવતી કાલે મારો છેલ્લો દિવસ છે.’ અને ઘણા વખતથી તેમનાં મનમાં ઘોળાતા કેટલાક સવાલના જવાબ મેળવવા માટે ગાંધીજીની મુલાકાત માગી. કહ્યું કે ‘હં ુ ભારત વિશે એક પુસ્તક લખી રહી છુ .ં ’ ‘કેટલા વખતથી પુસ્તકનું કામ ચાલે છે?’ ગાંધીજીએ પૂછ્યું. ‘બે વર્ષથી.’ ‘અમેરિકન એક ચોપડી પર બે વર્ષ સુધી કામ કરે એ બહુ કહે વાય.’ ગાંધીજીએ મજાક કરી. પછી ગંભીરતાથી કહ્યું કે, અગાઉ કૅ થરિન મેયો નામનાં એક અમેરિકન બહે ન તેમના પુસ્તક માટે ઇન્ટરવ્યૂ લઈ ગયાં હતાં. કૅ થરિનના પુસ્તક મધર ઇન્ડિયા પર ભારતમાં પસ્તાળ પડી હતી. ‘ગટર ઇન્સ્પેક્ટરનો રિપોર્ટ’ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


જ ેવું વિશેષણ પામેલું આ પુસ્તક અધકચરી હકીકતો અને જૂ ઠાણાંને કારણે માર્ગારે ટ બૉર્ક-વ્હાઇટને પણ ઘણું નડ્યું હતું. તેમણે લખ્યું છે કે ‘લોકોને વાંચતાં પણ ન આવડતું હોય એવાં સ્થળે એ પુસ્તકની છાપ મને નડી હતી.’ ગાંધીજીએ માર્ગારે ટ પાસેથી એ બોલાયેલા શબ્દોમાં તોડમરોડ નહીં કરે એનું વચન માગ્યા પછી મળવાનું કબૂલ્યું અને ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ એ મુલાકાત ગોઠવાઈ. ‘હાફવે ટુ ફ્રિડમ—અ રિપોર્ટ ઑન ધ ન્યૂ ઇન્ડિયા ઇન ધ વડર્ઝ ઍન્ડ ફોટોગ્રાફ્‌સ ઑફ માર્ગારે ટ બૉર્ક-વ્હાઇટ’ Halfway to Freedom - A Report On the New India In the Words and Photographs of Margaret BourkeWhite(૧૯૪૯)માં ગાંધીજી સાથેની મુલાકાતનું વિગતવાર વર્ણન મળે છે. તેમનો પહે લો જ સવાલ હતો, ‘ગાંધીજી, તમે હં મેશા સવા સો વર્ષ જીવવાની વાત કરો છો. એ આશા તમને ક્યાંથી મળે છે?’ ગાંધીજીએ કહ્યું, ‘મેં એ આશા છોડી દીધી છે. વિશ્વમાં એવા ભયંકર બનાવો બની રહ્યા છે. મારે અંધકાર અને પાગલપણાની વચ્ચે જીવવું નથી.’ વાતચીત દરમિયાન ગાંધીજી ચરખો કાંતતા હતા. માર્ગારે ટ ે બીજો સવાલ પૂછ્યો કે તેમના મતે સારો ‘ટ્રસ્ટી’ કોણ? ગાંધીજીનો જવાબ હતોઃ ‘જ ે ટ્રસ્ટીશિપના સિદ્ધાંતોનું શબ્દો અને હાર્દથી પાલન કરે .’ ‘કોઈ ભારતીય ઉદ્યોગપતિ એ પ્રમાણે વર્તે છે?’ ‘મારી જાણમાં કોઈ નથી.’ માર્ગારે ટ ે સવાલને વધારે અણીદાર બનાવતાં પૂછ્‌યું, ‘ધારો કે તમારી નજીકના વર્તુળમાંથી કોઈ કહે કે મારે ટ્રસ્ટી થવું છે, તો તમે એને શું કહે શો?’ તેમને બિરલાના દેખીતા વિરોધાભાસ અને ગાંધીજીની તેમની સાથેની નિકટતા સમજાતાં ન હતાં. नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

ગાંધીજીનું સત્ય માટેનું વળગણ વાસ્તવિક હતું, એવું પણ તેમણે લખ્યું. એ માટેની તેમણે તારવેલી સમજૂતી એવી હતી કે, ગાંધીજી ફક્ત બિરલા કે તમામ ઉદ્યોગપતિઓનું નહીં, એ મશીનયુગ પહેલાંની ‘ઓલ્ડ ઑર્ડર’ (જૂની વ્યવસ્થા)નું રક્ષણ કરવા માગતા હતા. સમાજનું માળખું બદલવાની તેમની કોઈ મહત્ત્વાકાંક્ષા ન હતી. એ માણસના મનને બદલવા માગતા હતા. દરેક માણસના મનમાં રહેલી સદ્‌વૃત્તિને એ સ્પર્શવા માગતા હતા’

ગાંધીજીએ કહ્યું, ‘એના માટે દૂર જવાની જરૂર નથી. આ ઘરના માલિક (બિરલા) જ છે. એ ટ્રસ્ટી થવા પ્રયાસ કરે છે. એ એકલા નથી. બીજા ઘણા છે, જ ે મારા કહ્યા પ્રમાણે ટ્રસ્ટી થવા પ્રયાસ કરે છે. હં ુ આશા રાખું છુ ં કે એ મને છેતરે નહીં.’ પછી હળવેકથી, ‘જાણે પોતાના મનનો લાંબા વખતથી ભીડાયેલો દરવાજો ખોલીને તેમાં ડોકિયું કરતા હોય એમ’ ગાંધીજીએ કહ્યું, ‘મને લાગશે કે બિરલા મને છેતરી રહ્યા છે, તો હં ુ એમના ઘરમાં નહીં રહં ુ . હં ુ અહીં છુ ં કારણ કે એ જ ે કહે છે તે હં ુ માનું છુ .ં હં ુ એમને લાંબા સમયથી ઓળખું છુ ં (પછી વર્ષો ગણીને) બત્રીસ વર્ષથી - અને હજુ એ મને છેતરવાના અપરાધી લાગ્યા નથી.’ બિરલાની ફે ક્ટરીઓમાં કામદારોની અસંતોષકારક દશા જોઈ ચૂકેલાં માર્ગારે ટને આ જવાબોથી પૂરો સંતોષ ન થયો. ગાંધીજી રહે તા હતા એ જગ્યાએથી થોડે દૂર આવેલી બિરલા ફે ક્ટરીની મુલાકાત લઈને માર્ગારે ટ ે એક અલગ પ્રકરણ લખ્યું હતું. ગાંધીજી એ કેમ જોઈ શકતા નહીં હોય? એવું તેમને થયું, પરં તુ માર્ગારે ટ ે નોંઘ્યું છે કે, ‘આંખ આડા કાન કરવાની વૃત્તિ ફક્ત 351


ગાંધીજી પૂરતી સીમિત નથી. ઉચ્ચ આદર્શો ધરાવતા ઘણા ભારતીય નેતાઓમાં જોવા મળે છે અને પશ્ચિમી જગત પણ એનાથી પર નથી.’ અલબત્ત, દેખીતી વિસંગતી છતાં ગાંધીજીનું સત્ય માટેનું વળગણ વાસ્તવિક હતું, એવું પણ તેમણે લખ્યું. એ માટેની તેમણે તારવેલી સમજૂ તી એવી હતી કે, ગાંધીજી ફક્ત બિરલા કે તમામ ઉદ્યોગપતિઓનું નહીં, એ મશીનયુગ પહે લાંની ‘ઓલ્ડ ઑર્ડર’ (જૂ ની વ્યવસ્થા)નું રક્ષણ કરવા માગતા હતા. સમાજનું માળખું બદલવાની તેમની કોઈ મહત્ત્વાકાંક્ષા ન હતી. એ માણસના મનને બદલવા માગતા હતા. દરે ક માણસના મનમાં રહે લી સદ્‌વૃત્તિને એ સ્પર્શવા માગતા હતા.’ ગાંધીજીએ કહ્યું, ‘આ સજ્જનો (ઉદ્યોગપતિઓ) માંથી થોડાને હં ુ કહં ુ કે તમારે તમારું સર્વસ્વ આપી દેવાનું છે, તો એમની ખરી કસોટી થાય. ત્યાર પછી મારી સેવાની મુદત પણ પૂરી થઈ જાય.’ ‘એવું કેમ?’ ‘કારણ કે એ લોકો કહે શે, ‘અમને ખબર નહીં કે અંદરથી એ (ગાંધીજી) સરમુખત્યાર, હિટલર હતા (જ ેમણે આવો આપખુદ હુકમ આપ્યો).’ મશીનો વિશેની ચર્ચામાં ગાંધીજીએ માર્ગારે ટને કહ્યું હતું કે, ભારત જ ેવા દેશની મોટી જનસંખ્યા માટે સ્વાવલંબન એ જ સુખનો રસ્તો છે. માર્ગારે ટને સૌથી વધારે ઉત્સુકતા અણુબૉમ્બ વિશે ગાંધીજીનો અભિપ્રાય જાણવાની હતી. બીજા વિશ્વયુદ્ધનો અંત અણુબૉમ્બથી આવ્યો હોવાને કારણે, એ નવા સંહારક શસ્ત્રની ચકચાર શમી ન હતી. ગાંધીજીએ અગાઉ પ્રાર્થનાસભામાં કહી ગયા હતા, એ જ વાત માર્ગારે ટને કરી, ‘હં ુ અન્ડરગ્રાઉન્ડ આશ્રયમાં જતો રહે વાને બદલે ખુલ્લામાં ઊભો રહીશ, જ ેથી પાઇલટ

મને જોઈ શકે અને હં ુ પ્રાર્થના કરતાં કરતાં અણુહુમલામાં મૃત્યુ વહોરીશ. પાઇલટ જોશે કે મારા ચહે રા પર તેના માટે કશો ધિક્કાર નથી.’ પછી તરત ગાંધીજીએ કહ્યું, ‘મને ખબર છે કે એટલી ઊંચાઈથી પાઇલટને અમારા ચહે રા દેખાય નહીં. પણ પાઇલટ અમને નુકસાન નહીં કરે એવી અમારા હૃદયની ભાવના એના સુધી પહોંચશે અને એની આંખ ઉઘડશે. હિરોશીમામાં મૃત્યુ પામેલા હજારો લોકોમાં જો આ રીતે ખુલ્લામાં, હૃદયમાં પ્રાર્થના સાથે મૃત્યુ પામ્યા હોત, તો યુદ્ધનો આવો નામોશીભર્યો અંત ન આવ્યો હોત. અત્યારે તો વિજ ેતાઓ ખરે ખર વિજ ેતા છે કે કેમ એ સવાલ છે. આ યુદ્ધ પછી વિશ્વ શાંતિમય નહીં, વધારે ખતરનાક થયું છે.’ આ ચર્ચાના થોડા કલાક પછી, ગાંધીજીની હત્યા થઈ. અગાઉ ગાંધીજીના ઉપવાસને લીધે અમેરિકા જવાનું પાછુ ં ઠેલનાર માર્ગારે ટ બૉર્ક-વ્હાઇટે ફરી એકવાર, છેલ્લી વાર, તેમનું સ્વદેશગમન મોકૂ ફ રાખ્યું અને ગાંધીજીની અંતિમ યાત્રાની કેટલીક યાદગાર તસવીરો લીધી. પુસ્તકનાં છેલ્લાં પ્રકરણનાં છેલ્લાં વાક્યોમાં માર્ગારે ટ ે લખ્યું, ‘ચિતાની જ્વાળા સમક્ષ રાત ગુજારતી વખતે મને એવું માનવું ગમે છે કે, ત્યાં રહે લાં લાખો હૈ યામાં એક નાનકડી જ્યોત જલતી હશે. બળજબરીથી નહીં, પણ આંતરિક પરિવર્તનથી એ લોકો સચ્ચાઈના રસ્તે ચાલશે, જ ે ગાંધીજી ઇચ્છતા હતા. સહનશીલતા અને એકતા માટેનું તેમનું સર્વોચ્ચ બલિદાન ભારત માટે ટર્નિંગ પૉઇન્ટ નીવડી શકે છે. તેમણે અંધકારમાં ઉજાસ પ્રગટાવવા માટે પોતાની જિંદગી આપી દીધી.’ Email : urvishkothri-gujarati.blogspot 

352

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


અર્થતંત્રમાં ગાંધીછાપનું મહત્ત્વ છે, ગાંધીની છાપ નથી! કાર્તિકેય ભટ્ટ

“ગાંધીજીના આર્થિક વિચારો આજ ે કેટલા જ ગાંધીજીના વિચારોને સૌપ્રથમ તિલાંજલિ આપી.

ઉપયોગી?” દર વર્ષે બીજી ઑક્ટોબરે આ પ્રશ્ન ઉદ્ભવે. એમાંય ગાંધીજીના સત્ય અને અહિં સાના વિચાર પર આધારિત ફિલ્મ ‘ગાંધીગીરી’ ચર્ચામાં આવ્યા પછી આ પ્રશ્ન વધુ જોરથી પુછાય કે જ ેમ ગાંધીમૂલ્યોને ફિલ્મવાળાએ વ્યવહારુ રૂપ આપ્યું તેમ ગાંધીજીના આર્થિક વિચારો વ્યવહારરૂપે પહોંચી શકે તેમ છે? ભારત માત્ર રાજકીય રીતે જ નહીં આર્થિક રીતે પણ સ્વતંત્ર બને, આત્મનિર્ભર બને તેવા સ્પષ્ટ વિચાર સાથે ગાંધીજીએ અંગ્રેજોને કહ્યું હતું કે, ‘ભારત છોડો’ અને આ ભારત છોડો અંગ્રેજી શિક્ષણપદ્ધતિ, અંગ્રેજીમાં શિક્ષણ, વિદેશી વસ્તુઓ, અંગ્રેજી તથા તેમના પ્રત્યેનો અહોભાવ બધાને લાગુ પડતું હતું. હવે આપણો અનુભવ એ કહે છે કે, અંગ્રેજો સિવાય તો બધા અહીંના અહીં જ છે! ૧૯૪૭માં દેશ સ્વતંત્ર થયો અને ૧૯૪૮માં બાપુ ગયા… બસ… પછી બાપુના નામે જ ે થયું તેની સાથે બાપુ પોતે કેટલા સંમત હોત તે પ્રશ્ન છે. આજ ે આપણે વાર-તહે વારે કહીએ છીએ કે નવી પેઢી બાપુને ભૂલી ગઈ છે, નવી પેઢીને બાપુની વિચારધારામાં રસ નથી પણ ખરે ખર તપાસ કરો કે, બાપુને વૈચારિક રીતે સૌપ્રથમ કોણે છોડ્યા? બાપુના સિદ્ધાંતોને સૌપ્રથમ તિલાંજલિ કોણે આપી? મહાત્મા ગાંધીના વિચારોથી ધરાર ઊંધું કોણે કર્યું? આપણા શાસકોએ. હા, આઝાદ ભારતની આર્થિકનીતિ, બંધારણ, રાજકીય વિચારધારાનાં ઐતિહાસિક તથ્યો એ બાબત સાબિત કરે છે કે, જવાહરલાલ નેહરુએ नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

બાકી બાપુના પ્યારા શિષ્ય તરીકે નેહરુ બાપુના વિચારોનો આર્થિક વિચારોનો વ્યવહારમાં અમલ કરી શક્યા હોત… ગાંધીજી રાજ્યવ્યવસ્થા કે અર્થવ્યવસ્થામાં સામ્યવાદના વિરોધી હતા. તેમને રાજ્યસત્તા સામે જ વાંધો હતો. રાજ્ય તો ‘આત્મા વગરનું યંત્ર’ અને ગાંધીને દુનિયાના અનુભવે સમજાવ્યું હતું કે, રાજ્ય હોય ત્યાં શોષણ, અત્યાચાર, અન્યાય હોય. એટલે રાજ્ય તો જ ેટલી ઓછી દખલ કરે તેટલું સારું. સત્તાનું કેન્દ્રીકરણ તો તેમને માન્ય જ ન હતું અને વિકેન્દ્રીકરણને સામ્યવાદના કેન્દ્રીય આયોજન સાથે કેવી રીતે ફાવે! ટૂ કં માં મૂડીવાદના શોષણ અને સામ્યવાદની હિં સા બંનેથી દૂર હોય તેવી અર્થવ્યવસ્થા ગાંધીજીને જોઈતી હતી. અને શિક્ષણ હોય, રાજ્યપદ્ધતિ હોય કે આર્થિકનીતિ હોય-તેમાં ભારતીયપણું હોવી જોઈએ તેવું ગાંધી માનતા. માટે જ કોઈ પણ વિદેશીનીતિ-માળખું સીધેસીધું લાગુ પાડવું બાપુને ન ગમત. ગાંધીજીને સામ્યવાદનો વિરોધ હતો બાકી નેહરુ તો રશિયાના સામ્યવાદથી ભારે આકર્ષાયા હતા. રશિયાના કેન્દ્રીય આયોજનની સફળતાનું પુનરાવર્તન તેમને ભારતમાં કરવું હતું, પણ બાપુ ન માન્યા. ભારતમાં આવ્યું મિશ્ર અર્થતંત્ર પણ નેહરુએ ધીમેથી ‘સમાજવાદી સમાજરચના’ લાગુ કરી દીધી અને વિવાદાસ્પદ કહી શકાય પણ અશક્ય ન કહે વાય તેવી વાત એ છે કે, બંધારણ બાપુની ગેરહાજરીમાં બન્યું, બાકી બંધારણની ઘણીબધી બાબતોનો 353


સૌપ્રથમ વિરોધ જ મહાત્મા ગાંધીએ કર્યો હોત. નેહરુએ ગાંધી વિચારથી તદ્દન વિરુદ્ધનું વર્તન કર્યું અને પછીના શાસકોએ ઉદ્યોગોથી માંડીને બૅંકો સુધી રાષ્ટ્રીયકરણનો દોર લંબાયો. કહે વાતું મિશ્ર અર્થતંત્ર સત્તાતંત્રની ચુંગાલમાં ફસાયું. વિરોધાભાસ તો એ હદે ઊડીને આંખે વળગે છે કે, ગાંધીજી યાંત્રિકીરણના વિરોધી હતા. અને ભારતમાં યાંત્રિકીકરણ વધ્યું. ગાંધીજી ગ્રામ સ્વરાજ અને શ્રમના ગૌરવની તરફે ણ કરતા હતા જ્યારે વિવિધ યોજનાથી ભારતમાં મોટા પાયાના ભારે ઉદ્યોગો સ્થપાયા. ગાંધીજી માનતા કે સાચું ભારત તો ગામડાંમાં વસે છે. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા દ્વારા જ ભારતનો વિકાસ થશે, જ્યારે આયોજનમાં દિલ્હી કેન્દ્રસ્થાને રહ્યું. રાજકારણમાં ઉત્તર ભારત કેન્દ્રબિંદુ રહ્યું અને માટે જ છેવાડાનાં રાજ્યો-બિનહિન્દી રાજ્યો તથા દક્ષિણના પ્રદેશોમાં અસંતોષ ઊભો થયો. ગાંધીજી ભાષાવાર રાજ્યરચનાના વિરોધી હતા. જ્યારે આપણી સરકારોએ ભાષાવાર રાજ્યરચના કરી, ગાંધીજી રોજબરોજના વ્યવહારમાં ભારતીય ભાષા વપરાય તેમ ઇચ્છતા અને એકરૂપતા રહે તે માટે દેવનાગરી લિપિનો આગ્રહ રાખતા. રાષ્ટ્રભાષા હોવા છતાં હિન્દી રાજભાષાનું354

વ્યવહારની ભાષાનું સ્થાન ન લઈ શકી. ગાંધીજી બુનિયાદી શિક્ષણની તરફે ણ કરતા, જ્યારે હજુ આજ ે પણ આપણે ત્યાં લૉર્ડ મેકોલોનીવાળી બદનામ શિક્ષણપ્રથા જ ચાલુ છે. ગાંધીજી માતૃભાષામાં કેળવણીના હિમાયતી હતા તો આઝાદ ભારતમાં અંગ્રેજી માધ્યમ સ્ટેટ્સ સિમ્બોલ બની ગયું છે. ટૂ કં માં ગાંધીવિચાર સૌથી પહે લા અભરાઈએ આપણા શાસકોએ જ ચડાવ્યા. એટલે પહે લી વાત એ કે, ગાંધીજીના આર્થિક વિચાર આજ ે પ્રસ્તુત છે કે નહીં? ગાંધીમૂલ્યો આજ ે કેટલાં ઉપયોગી? એવો પ્રશ્ન પૂછનારને એમ કહે વું પડે કે ગાંધીવિચાર આજ ે નહીં ત્યારે પણ ઉપયોગી જ હતો. પણ ઉપયોગમાં લેવાયો નહીં અને આજ ે તો ભારત સમાજવાદી સમાજરચનાના આદર્શને બાજુ પર મૂકી મૂડીવાદ તરફ ઢળી પડ્યો છે. ત્યારે પ્રશ્ન બદલાઈ ગયો છે. ગાંધીજી ઉપયોગી છે કે નહીં તે નહીં, ગાંધીજીના વિચારો ઉપયોગમાં લેવા છે કે નહીં. અર્થતંત્રમાં ગાંધીછાપનું મહત્ત્વ છે, ગાંધીની છાપ નથી! તે પ્રશ્ન આજ ે મહત્ત્વનો છે. ગાંધીજી ‘સર્વોદય’માં માનતા, જ્યારે ૧૯૯૧ પછીથી આર્થિકનીતિ ‘તું તારું કર’ની છે. સૌને સાથે રાખી આગળ વધી શકાય એમ નથી. તારાથી વધાય તો તું એકલો આગળ વધ. સર્વના હિતમાંથી ‘સ્વ’ના હિતમાં આર્થિકનીતિનું પરિવર્તન થયું છે. ‘સર્વોદય’ ખ્યાલ આજ ે પણ એટલો જ જરૂરી છે જ ેટલો ૧૯૪૭ પહે લાં હતો, પણ આજ ે બીજાની રાહ જોવાનું આપણને પાલવે છે જ ક્યાં? બાકી આદર્શની રીતે નહીં લાંબાગાળાના વ્યક્તિગત સ્વાર્થ માટે પણ સર્વોદય જરૂરી છે. ગાંધીજી માણસને બેકાર કરે તેવાં યંત્રોના વિરોધી હતા. આમ તો શરૂઆતમાં ગાંધીજી તમામ પ્રકારનાં યંત્રોનો નાશ ઇચ્છતા હતા. પણ પછી [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


તેમણે યંત્રોના વિવેકપૂર્ણ ઉપયોગની વાત કરી. હવે કોઈ એમ કહે કે, બાપુનાં યંત્રો વિશેના વિચારો આજ ે ચાલે તેમ નથી તો તે ભૂલ કરે છે. કારણ યંત્રોના વિરોધમાં રે લવે, ટેલિફોન, ટી.વી., ક્રેઇન-કે પથ્થરો તોડતાં યંત્રોનો વિચાર નથી કરવાનો, પણ કામવાળા મળી રહે તા હોય તોપણ વૉશિંગમશીન, ઘરમાં નાનાં-નાનાં કામ માટે યંત્રોનો ઉપયોગ કરનારે વિચાર કરવો જાઈએ તે વાત છે. પશ્ચિમમાં વસ્તી ઓછી અને કામ વધુ હોવાથી યંત્રોની જરૂરિયાત ઊભી થઈ. જરૂરિયાત શોધની માતા છે. માટે યંત્રો શોધાયાં. માણસો ઓછા હોવાથી યંત્રોએ માણસોને સાથ આપ્યો જ્યારે ભારતમાં તો શ્રમિકોનો તોટો જ નથી! ભારતમાં યાંત્રિકીકરણ માણસોને બેકાર બનાવે છે. ગાંધીજી હોત તો કમ્પ્યૂટરનો વિરોધ કર્યો હોત કે સ્વીકાર એવો પેટા પ્રશ્ન થાય તો કહી શકાય કે ગાંધીજી કમ્પ્યૂટરનો વ્યક્તિગત વપરાશ માટે જરૂર સ્વીકાર કરત પણ ‘બધું કમ્પ્યૂટરાઇઝ કરો જ ેથી માણસો જોડે લમણાં ઓછાં લેવાં પડે’ તેવી નીતિથી થતાં કમ્પ્યૂટરાઇઝ માળખાનો વિરોધ કરત. હજારોને વી. આર. એસ. લેવડાવતી વ્યવસ્થાનો ગાંધીજીએ ચોક્કસ વિરોધ કર્યો હોત અને આપણને પૂછ્યું હોત કે ‘હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કમ્પ્યૂટરના ઉપયોગથી મળતી ઝડપ જોઈએ છે કે માણસોને મળતી રોજગારી! લાખો લોકોને બેકાર બનાવતી અને અનેકના મોઢામાંથી રોટલા છીનવતી આ ઝડપનો હં ુ વિરોધી છુ !ં ’ ગાંધીજી ઉપનિષદના મંત્ર ‘તેને તું ત્યાગીને ભોગવ’ના આધારે વાલીપણાના સિદ્ધાંતમાં માનતા. ધનિકો સ્વેચ્છાએ પોતાની મિલકતનું ટ્રસ્ટ બનાવે અને સમાજના હિતમાં વાપરે તેવું તેમનું સૂચન હતું. અને આ વિચાર મુજબ જ ઘણાએ પોતાની મિલકત સમાજને અર્પણ કરી. ખાનગી મિલકતનું જાહે ર મિલકતમાં રૂપાંતર કર્યું. ટ્રસ્ટ બનાવ્યાં અને नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

આ ટ્રસ્ટો દ્વારા દવાખાનાં-ધર્મશાળા-શાળા-કૉલેજ સમાજને મળ્યાં. મજાની વાત તો એ કે, આજ ે ફરી પાછાં આ ટ્રસ્ટો ડોનેશન દ્વારા-ખાનગી પ્રેક્ટિસ દ્વારા, તગડી ફી દ્વારા સમાજની મિલકત ઘરભેગી કરવા લાગ્યાં છે. ટ્રસ્ટીશિપના સિદ્ધાંતનું શીર્ષાસન થયું છે ત્યારે આ વિચાર વ્યવહારુ છે કે નહીં, પણ તેનો વ્યવહાર ચાલુ રાખવો છે કે નહીં તે નક્કી કરવાનું છે! ગાંધીજીનો જ ે વિચાર આજ ે સૌથી વધુ જીવંત છે તે છે ગ્રાહકનું હિત. ખાનગીકરણ અને બજારવ્યવસ્થામાં ગ્રાહકે રાજા તરીકે ખરે ખર મહત્ત્વ જાળવવું હોય તો તેણે જાગ્રત થવું પડશે. અને ખરીદીને નહીં; નહીં ખરીદીને જ ગ્રાહક પોતાનું મહત્ત્વ સમજાવી શકે છે. વેપારીને નમાવવા માટે ગ્રાહકે ખરીદી મૂલતવી રાખવી પડે તે જ તેનો સાચો સત્યાગ્રહ. આપણને લાગે કે ચેનલવાળો બેફામ ભાવવધારો લે છે તો બધા ભેગા થઈ ચેનલ કઢાવી નાખો. તેલના ભાવ દર વરસે સાતમઆઠમથી દિવાળીમાં જ વધે છે તો તળેલું ખાવાનું જ બંધ કરી દો. માંગ ઘટશે એટલે ભાવ આપોઆપ ઘટશે! એટલે અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત સાધનોનો મેળ જરૂરિયાતો પર અંકુશ મૂકવામાં જ છે તે વાત આજ ે તો ખૂબ જ અગત્યની છે; જો આપણને સમજાય તો. ગાંધીજી માનતા કે દિવસમાં અમુક કલાક તો સૌએ શારીરિક શ્રમ કરવો જ, ભલે તમે બૌદ્ધિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હો! શ્રમનું ગૌરવ એ

355


ગાંધીજીના આર્થિક વિચારનું અગત્યનું લક્ષણ છે, જ ે આજ ે શહે રી ભણેલા-ગણેલા લોકોને તો ગમતું જ નથી. બાબા રામદેવ પણ સફળ એટલે જ થયા છે કારણ આપણે રોજિંદા જીવનમાં થોડો પણ શ્રમ કરવાની ટેવ પાડી નથી; એટલે યોગ-કસરત કરવાં પડે છે. ટૂ કં માં ઘરકામ હળીમળીને કરો નહીં તો પૈસા આપીને ઍરોબિક્સ કરો. ગાંધીજીના આર્થિક વિચારોમાં સ્વદેશીનો વિચાર ગણીગાંઠી સંસ્થાના સૂત્રોચ્ચાર પૂરતો મર્યાદિત થઈ ગયો છે. સ્વદેશીની વાત આવે એટલે ભલભલા ગાંધીપ્રેમીઓ પણ કહે કે આજ ે વિદેશીનો વાસ્તવિક વિરોધ શક્ય નથી અને પછી જ ે દલીલો-તર્કઉદાહરણો શરૂ થશે (સંપૂર્ણ સ્વદેશી) તે મજાનાં હોય છે. ‘તમે સ્વદેશી સ્વદેશી કરો છો પણ પેન્ટશર્ટ પહે રવાની-બનાવવાની પદ્ધતિ જ વિદેશી છે.’ ‘આ ટૂ થબ્રશ, આ ટેબલેટ્સ, આ ટી.વી. આ શિક્ષણ, આ લોકશાહી આ બધું જ તો વિદેશી છે!’ છે ને અફલાતુન બચાવ! મૂળ વિચાર પરદેશમાં બનેલું કે દેશમાં બનતું પણ જ ે વપરાશ માટે વિદેશી કંપનીને નાણાં ચૂકવવા પડે છે તે વિદેશી-વસ્તુની અહીં વાત છે, તેને તો બાજુ માં જ મૂકી દેવાય છે. વળી વિદેશીનો એટલો ઝનૂનપૂર્વક પક્ષ લેવાય છે કે આપણે સ્વદેશી અપનાવો તેમ કહીએ એટલે ‘બધું જ સ્વદેશી અપનાવો ને!’-ની છેલ્લા પાટલે બેસવાની વાત થવા લાગે છે. પણ સ્વદેશીનો ૮૦ ટકા, ૬૦ ટકા કે ૪૦ ટકા પણ સ્વીકાર ન થઈ શકે! જ્યાં વિકલ્પ જ ન હોય ત્યાં વિદેશીવાળું વાપરો જ, પણ જ્યાં યોગ્ય સ્વદેશી વિકલ્પ ઉપલબ્ધ હોય ત્યાં પણ શા માટે વિદેશી વસ્તુ વાપરવી? અર્થશાસ્ત્રની રીતે કહીએ તો જરૂરિયાત હોય તો વાપરો, પણ માત્ર દેખાદેખી કે સ્ટેટ્સ સિમ્બોલ માટે નાણાં વિદેશમાં ધકેલવાની શી જરૂર? હવે તો ઘણીબધી કંપનીઓએ પોતાના માર્કેટિંગ 356

મૅનેજરોને કહી દીધું છે કે, ‘શહે રોમાં કોઈ લે-વાલ નથી. શહે રી ખરીદશક્તિનો હવે અંત નજીક છે. હવે ગામડા તરફ વળો.’ જાણીને નવાઈ લાગશે કે છેલ્લાં વર્ષોમાં ગાડીઓ, મોબાઇલ, ડિશ કનેક્શનનું વેચાણ મૂળ શહે રી વિસ્તાર કરતાં અર્ધશહે રી અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ વધ્યું છે. વસ્તુબજાર ગામડાં તરફ વળે તે પહે લાં નાણાંબજાર ગામડાં તરફ વળ્યું છે. આપણી રાષ્ટ્રીયકૃ ત બૅંકોએ ગ્રામીણ અને નાની બચતોની જ ે ભયંકર હદે ઉપેક્ષા કરી તેનાથી તદ્દન વિરુદ્ધ ખાનગી નાણાંસંસ્થાઓએ આ નાની બચતો ઘરભેગી કરવા માંડી. (ગાંધીજીનાં ગામડાંને લક્ષમાં રાખવાના વિચારને સ્વીકારાય છે પણ કેવા સ્વરૂપમાં?) આપણે ખરા અર્થમાં ભારતનું ક્લેવર સુધારવા માગીએ તો હજી પણ ગ્રામલક્ષી વિકાસનું મોડલ અપનાવવું પડશે. શહે રો હવે વધુ ભીડ ખમી શકે તેમ નથી. ગામડાનો નહીં શહે રનો વિચાર કરશો તોપણ સમજાશે કે ગામડાં શા માટે વિકસાવવાં જાઈએ! ગાંધીજીના આર્થિક વિચારો કે જ ેને ઘણા ગાંધીવાદ તરીકે પણ ઓળખે છે. તે ભારતને ગામડે ગામડે ફર્યા પછી, ખરા ભારતને ઓળખ્યા પછી રજૂ થયા હતા. અને ભારત સાથેની ખરા દિલની નિસબત સાથે વ્યક્ત થયા હતા. જ્યારે ગાંધીજીએ ‘રેં ટિયો’ રજૂ કર્યો ત્યારે શહે રના થોડા નોકરિયાતો સવારમાં ક્રિયાકાંડ મુજબ રેં ટિયો કાંતી નાખે તે માટે ન હતો. રેં ટિયો તો આત્મનિર્ભરતાનું પ્રતીક હતો. શરીર ઢાંકવા માણસે કોઈના ઓશિયાળા થવાની જરૂર નથી. ખેતરમાંથી રૂ વીણીને કે ઊડેલું રૂ ભેગું કરીને પણ માણસ પોતાનું શરીર ઢાંકવા જ ેટલું કપડુ ં વણી શકે! આ વિચાર કરોડો નાગાભૂખ્યા લોકોમાં આત્મવિશ્વાસ જગાડવા માટેનો હતો નહીં કે શાળા-કૉલેજના શિક્ષકો પોતાના માટે બે મીટર કાપડ કાંતવા બેસી જાય એ માટેનો… પાયાનો [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સતત સુકાતો રહે વો જોઈએ. આપણે ત્યાં કોટટાઇ-પેન્ટ ઋતુને અનુકૂળ નથી. બૂટ-મોજાં ખરે ખર શિયાળા સિવાય યોગ્ય જ નથી તે તો સાંજ પડે તેમ મોજાં કાઢો ત્યારે જ સમજાઈ જવું જોઈએ. પણ શું આપણે આ સ્વીકારવાના! ના, આપણે તો નાનાં- નાનાં ભૂલકાંઓને પણ બૂટ-મોજાં-ટાઈના પડીકાંમાં બાંધી દીધાં છે. જ ે દેશમાં ચાલીસ ડિગ્રી તાપમાન વરસના આઠ મહિના રહે તું હોય ત્યાં આ પ્રકારનો પહે રવેશ ન ચાલે. પણ આપણે ખરા અર્થમાં સ્વતંત્ર થયા નથી. અંતે, ઘરમાં ઘરડા બાપુ હયાત હોય ત્યારે ઘરના જુ વાનિયા એમને વાર-તહે વારે ખાટલો પાથરી આગળ બેસાડે. મહે માનો પણ પહે લાં ખબર બાપુના પૂછ.ે જુ વાનિયાઓ કહે પણ ખરા કે ‘બાપુ બેઠા છે તો માથે છાંયડો છે!’ ‘એમના હોવા માત્રથી જ હાશકારો છે’ વગેરે… પણ આ જ બાપુ રોજ ેરોજના જીવનમાં સલાહ આપે… ઊભા થઈને કામમાં ભાગ પડાવે, તો છોકરા કહે વાના “બાપુ વચમાં ન આવો… તમારી વાત સાચી હશે પણ અત્યારે કામની નથી…” ઘરના બાપુ અને દેશના બાપુની હાલત એકસરખી જ છે. એમના વિચારો અત્યારે કેટલા પ્રસ્તુત છે તે નહીં પણ આપણી તેનો અમલ કરવાની દાનત કેટલી છે તે પ્રશ્ન મહત્ત્વનો છે. બાપુ હોય તે બધાને ગમે છે, પણ તેમણે બેસી રહે વાનું ઊભા થઈને ફરવા નહીં માંડવાનું.

તર્ક પોતાની જરૂરિયાતો માટે પોતે પરસેવો પાડવો તે! ઝાકઝમાળવાળી વૈભવી જિંદગી માટે પરાવલંબન કરતાં સાદગીપૂર્ણ આત્મનિર્ભરતા સારી… વાત આદર્શની લાગે છે. વિદેશી ફં ડ દ્વારા ઊછળતા સેન્સેક્સ કે વિદેશી રોકાણ દ્વારા વિકસતાં બજાર પણ આ જ તર્ક મુજબ વિચારો તો ક્યારે દગો દેશે તે કહે વાય નહીં. પણ મૂળ પ્રશ્ન એ છે કે, શું આપણા આયોજકો આ નથી જાણતા? સમાજશાસ્ત્રીઓ-અર્થશાસ્ત્રીઓને ખબર નથી કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? ગાંધીજીના રાજકીય ગુરુ ગોખલેએ ગાંધીજીને કહ્યું હતું કે, ‘ભારતને ઓળખવો હોય તો પહે લાં ભારતનો પ્રવાસ કરો.’ ગાંધીજી ભારતમાં ફર્યા. કોઈ પણ દેશ માટેની આર્થિકનીતિ એ દેશની સામાજિક-રાજકીય ધાર્મિક પરં પરાને ધ્યાનમાં રાખીને ઘડાવી જોઈએ. આપણી તકલીફ એ છે કે આપણે નીતિઓ પણ આયાત કરીએ છીએ, જ ે આપણા સામાજિક માળખાને હચમચાવી નાખે છે. આજ ે આપણી હાલત એ છે કે આપણને કોઈ તાર્કિક રીતે સમજાવે-પ્રવર્તમાન આર્થિક-વ્યવસ્થાઅનુભવો સાવ ખોટા જ છે, તે સાબિત કરે તોપણ આપણે આ બદલવાના નથી. સિન્થેટિક કાપડથી ગરમી થાય છે. ચામડીના રોગ થાય છે. ખાદી બધી જ ઋતુમાં શરીરને વૈજ્ઞાનિક રીતે જ સૌથી અનુકૂળ છે, પણ બધાં નહીં પહે રે. ભારત ગરમીવાળો દેશ છે. અહીં ખુલ્લાં કપડાં પહે રવાં જોઈએ. હવા મળતી રહે વી જોઈએ. પરસેવો

[Email : bhattkartikey@yahoo.com] 

“મોટી માછલી નાની માછલીને ખાય છે, ઉંદર નાનાં જંતુઓને ખાય છે. વરુ માણસ સુધ્ધાંને ખાય છે. તેઓનો એ જ કાયદો છે; તેઓને બીજી સમજ નથી. પણ ખુદાએ માણસને સમજ આપી છે, ન્યાયબુદ્ધિ આપી છે. તેની રૂએ તેણે બીજાઓને ખાઈ જઈ- તેઓને છેતરી, તેઓને ભિખારી કરી પોતે પૈસાદાર થવાનું નથી.” [મો. ક. ગાંધી, સર્વોદયમાંથી]

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

357


ગાંધીજીના ગુરુ કોણ? ચિત્તરં જન વોરા

લીઓ ટૉલ્સ્ટૉય

હે ન્રી ડેવિડ થૉરો

જ્હૉન રસ્કિન

શ્રીમદ્ રાજચંદ્ર

મહાત્મા ગાંધીના ગુરુ તરીકે રસ્કિન, ટૉલ્સ્ટૉય, વિચારનાર તો એક ભારતીયને કોઈના, વિદેશના થૉરો અને શ્રીમદ્‌ને ગણાવનારા જાણે તો છે કે મહાત્મા ગાંધીએ પોતે જ કહ્યું હતું કે, પોતાને કોઈ ગુરુસ્થાને મૂકવા લાયક વ્યક્તિ મળેલ નથી અને તેની શોધ પૂરી થઈ નથી. તો પછી આવી ચેષ્ટા પાછળનું કંઈક કારણ હોવું જોઈએ. અમને તે સાંસ્કૃતિક ગુરુતાગ્રંથિ કે લઘુતાગ્રંથિ લાગે છે. જ ેમને સ્વયં માટે ભારતીય હોવાનું આત્મસન્માન છે જ નહીં અને જ ે વિદેશી સંસ્કૃતિની માનસિક ગુલામીને નખશિખ પચાવી શકવામાં ધન્યતા માને છે, તે જ કેવળ મહાત્મા ગાંધીની લીટીની ઉપર પોતાના મિથ્યાભિમાન વડે અન્ય મહાત્માની લીટીને ખેંચીને તેને મોટી ચીતરે છે. જ્યારે કોઈ ભારતીય લેખકો આવી ચેષ્ટા કરે ત્યારે તેમાં તેમની લઘુતાગ્રંથિની માનસિકતા છે. અને તે સૌ એવું કરવાની પ્રેરણા તો પશ્ચિમી લેખકોનાં, એમની પોતાની જન્મદત્ત ગુરુતાગ્રંથિ વડે લખાયેલ વિધાનમાંથી જ મેળવેલી હોય છે, પોતાની સ્વતંત્ર બુદ્ધિની તો એવી ગુંજાઈશ જ નથી હોતી. જ ેનામાં સ્વતંત્ર બુદ્ધિની કંઈક ગુંજાઈશ હોય તે કોણ કોનો ગુરુ અને કોણ કોનો શિષ્ય, એ ઠરાવવાની કસરતમાં પડે જ નહીં. કમ સે કમ ભારતીયતાના આત્મગૌરવમાં ઉન્નત મસ્તકે

358

કે અન્ય ધર્મના શિષ્યપણાં નીચે ન જ ધકેલે. મહાત્મા ગાંધી માટે આવું કરનારા ખરે જ પોતે કોનું શિષ્યપણું સાબિત કરે છે, તે જ શોધે તો તે પૂરતું છે. ખાસ કરીને મહાત્મા ગાંધી કેવળ ભારતીય હોવાને લીધે જ તેમના સાધ્યસાધન સંબંધના મૌલિક સિદ્ધાંતની બેઠી ઉઠાંતરી એક પાશ્ચાત્ય વિદ્વાન એ જ ગ્રંથનામે કરે છે અને તેના પ્રકાશનના કાલાનુક્રમને જોતાં, મહાત્મા ગાંધીના કામના અને પ્રકાશનનો ઉલ્લેખ કે સંદર્ભ પણ બતાવવાની તેઓશ્રી દરકાર કરતા નથી; એવું અમારા ધ્યાન પર આવ્યું, ત્યારે અમને પશ્ચિમી માનસમાં રહે લ જન્મદત્ત ગુરુતાગ્રંથિનો વાસ્તવિક પરિચય થયો. તાત્પર્ય એ કે આ કંઈ અમારો કાલ્પનિક ખ્યાલ નથી. કાર્લ માર્ક્સ શોષણમુક્તિની ક્રાંતિના યુગપ્રવર્તક મહાન વિચારક અને સંગઠક ક્રાંતિકારી હતા. તેમની મહાનતાની લીટીને નાની દેખાડવા માટે કેમ કોઈ ગુરુની મોટી લીટી એમના નામની ઉપર ખેંચવામાં આવી નથી? એ ભારતીય હોત તો? એ જો ભારતીય હોત તો એમના નામની ઉપર પાશ્ચાત્ય ફિલૉસૉફીના મહાન ચિંતક જર્મન વિદ્વાન [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


શ્રી હેગલની લાંબી લીટી શું ન ખેંચાઈ હોત? માર્ક્સનો દ્વંદ્વાત્મક ભૌતિકવાદ તે મૂળમાં તત્ત્વજ્ઞાનમાં શ્રીહે ગલનો એ જ સિદ્ધાંત છે, તેનો માર્ક્સે સામાજિક નિરીક્ષણમાં પ્રયોગ કર્યો. આ આટલું ગુરુપદ સ્થાપવાયોગ્ય કારણ છતાં કદી કોઈને શ્રીહે ગલને માર્ક્સના ગુરુસ્થાને સ્થાપનારાં પુસ્તકો શું કદી લખ્યાં, જ ેમ મહાત્મા ગાંધી માટે કેટલાક બુદ્ધિમાનોએ લખ્યાં છે, તેમ? કોઈ કહે શે હે ગલ ફિલૉસૉફીમાં ઈશ્વર, આત્મા જ ેવા અભૌતિક, તત્ત્વજ્ઞાનને લગતાં ક્ષેત્રના ચિંતક હતા; જ્યારે માર્ક્સ તો પીડિત માનવતાનાં આંસુ લૂછનાર, શોષણમુક્તિ માટે રાજ્યક્રાંતિ, અર્થક્રાંતિ, સામાજિક અને સાંસ્કૃતિક ક્રાંતિના જ્યોતિર્ધર હતા. બંને એક જ સમાન કાર્યક્ષેત્રની ભૂમિકાના પ્રવર્તક ન હતા, ભિન્ન ભિન્ન ભૂમિકા ધરાવનારા હતા. ત્યારે જ ે ભૂમિકામાં પોતાનું પ્રદાન હોય તેમાં અન્ય એ સિવાયની ભૂમિકાના કોઈ ગુરુ સંભવી શકે નહીં. તત્ત્વજ્ઞાનના ચિંતક કંઈ શોષણમુક્તિની સામાજિક ક્રાંતિના સિદ્ધાંત શીખવી શકે નહીં. તેથી માર્ક્સની વિચારધારના ગુરુ તરીકે શ્રીહે ગલ પર ગ્રંથો લખવામાં આવે નહીં, તે દેખીતું છે; ત્યારે શું આ જ વાત મહાત્મા ગાંધીની પ્રતિભાની ભિન્ન ભૂમિકાને માટે પણ સાચી નથી? શુદ્ધ સાધ્ય માટે સાધનશુદ્ધિની એમની મૌલિક સૈદ્ધાંતિક વિચારણા, અહિં સા વડે સાધનશુદ્ધિની એમની ભૂમિકા, સ્વરાજ્યના સર્વોચ્ચ, અનંત, શુદ્ધ સાધ્યની એમની સંકલ્પના, સાધન એ બીજ છે તે કાર્યકારણ સંબંધની મૌલિક પ્રસ્થાપના અને સાધ્યસાધન વચ્ચે કાર્યકારણ સંબંધની એવી અનિવાર્યતા બતાવનાર મહાત્મા ગાંધીએ સર્વોદય વડે સ્વરાજનો સિદ્ધાંત આપીને જગતને બતાવ્યું કે, અનટુ ધિસ લાસ્ટમાં નર્યો અંત્યોદય છે તે પર્યાપ્ત નથી. તે તો ગરીબી સામે રાહતના ઉપાય વડે, મૂડીવાદને ટકાવનાર શોષણની વ્યવસ્થાને नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

મજબૂત કરે છે. તેમાં ‘હે તુ’ની ખામી મહાત્મા ગાંધીએ બતાવી. જ ે ખામી ફ્રેંચ- ક્રાંતિનાં મૂલ્યોમાં રહે વાને પરિણામે જગતમાં પછી મૂડીવાદી શોષણ પેદા થાય છે. તેનું નિવારણ નિરસન ‘સ્વરાજ્ય’ના સાધ્યનો ‘હે તુ’ મૂકવાથી થાય, તેમ મહાત્મા ગાંધીએ સર્વોદય ગ્રંથમાં 1904માં બતાવ્યું અને તેની ‘સ્વરાજ્ય’ના સાધ્ય તરીકે સૈદ્ધાંતિક પ્રસ્થાપના 1908માં હિં દ સ્વરાજમાં કરી. પછીનો દક્ષિણ આફ્રિકામાં એક કોમ પૂરતો અને ભારતમાં કરોડો લોકોના ઉપખંડની રાષ્ટ્રીય આઝાદીના નવજાગરણને માટે નેતૃત્વનો ઇતિહાસ અહિં સામાં નવા યુગની પ્રસ્થાપનાનો ઇતિહાસ છે, તે સૌ જાણે છે. તેમની આ ભૂમિકા પ્રયોગશાળાના એકાંતમાં ગ્રંથલેખન વડે તારવેલા સત્ય સમાન સંશોધક પ્રતિભાની જ ભૂમિકા છે કે તે ઉપરાંત કરોડોનાં જીવનને આવરી લેનાર સંપૂર્ણ મૂલ્યક્રાંતિની ભૂમિકા પણ છે? શું આ મૂલ્યક્રાંતિની ભૂમિકાના સિદ્ધાંત કોઈ ગુરુએ તેમને શિષ્ય બનાવીને શીખવાડેલા છે? શું એ ટૉલ્સ્ટૉયે વૈકુંઠ તારા હૃદયમાં છે’ ગ્રંથમાં બતાવેલા છે? સત્યાગ્રહ વડે અહિં સામય સંઘર્ષની કાર્યપદ્ધતિ પણ અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી ગ્રામોદ્યોગમૂલક અહિં સક સમાજ-પરિવર્તન વડે લોકશક્તિ નિર્માણ કરે છે તે કોણે તેમને શીખવ્યું, ‘રસ્કિને, ટૉલ્સ્ટૉયે, શ્રીમદ્ કે થૉરોએ?’ સત્યાગ્રહ માટે ધનિકોની ટ્રસ્ટીશિપ વડે ત્યાગ અને આત્મભોગને અનિવાર્ય બતાવીને, એ જ ટ્રસ્ટીશિપ વડે દૂબળાં, બાપડાં, ગરીબ, કંગાળ કે ભૂખ્યાંને એક ટંક રોટલો ને મીઠાની કાંકરી પણ મળે તે માટે રચનાત્કમ કાર્યક્રમોને દેશવ્યાપી બનાવવાનું કોણે શીખવ્યું? મહાત્માની પોતાની પ્રતિભાનો જ એ પરિપાક છે, કોઈ ગુરુના શિષ્યપણાની પ્રસાદી નહીં. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ તો, મહાત્મા ટૉલ્સ્ટૉય સાથે તેમનો 359


પત્રવ્યવહારથી પ્રથમ પરિચય થયો તે અગાઉથી જ શરૂ થઈ ચૂક્યો હતો. એટલે સત્યાગ્રહની શોધના પાયા તો નખાઈ ચૂક્યા હતા અને એ પાયા પર જ ે નિર્માણયજ્ઞ થઈ રહ્યો હતો તે કાળે મહાત્મા ટૉલ્સ્ટૉય તરફથી તેમને સમર્થન અને પ્રોત્સાહન વડે શક્તિ સાંપડે છે, એવી કોઈ શક્તિ મળવાની ધારણા કે અપેક્ષા સિવાય જ દક્ષિણ આફ્રિકામાં હિં દી કોમના સંઘર્ષનો, નેતૃત્વનો આરં ભ અને ખેડાણ થઈ ચૂક્યાં હતાં, તેથી ગુરુ-શિષ્ય સંબંધની કોઈ ભૂમિકાનો એ સંદર્ભમાં કોઈ સવાલ આવતો નથી. તેવું જ રસ્કિન—વિચાર અનટુ ધિસ લાસ્ટ અંગે પણ છે. યોગ્ય સંદર્ભમાં બંનેના સંબંધનું નિરુપણ ઘટિત છે. ટૂ કં માં જોઈએ તો અનટુ ધિસ લાસ્ટ અંત્યોદય વિચાર છે. હિં દ સ્વરાજ અને આઝાદી સંગ્રામના સત્યાગ્રહોના સંદર્ભ તેનું સ્વરૂપ મહાત્મા ગાંધીની મૌલિક પ્રતિભાનો પરિચય આપે છે. મૂળ ખ્યાલ તરીકે અંત્યોદય એટલે અનટુ ધિસ લાસ્ટ એ જ ગાંધીવિચાર છે એવો ભ્રમ ફે લાવનારા જ રસ્કિનને ગાંધીના ગુરુ કહે છે. વિચાર કરતાં જણાશે કે તે બેહૂદું છે, કેમ કે, અનટુ ધિસ લાસ્ટ ગરીબ શ્રમિકને રાહત આપવા માટે મૂડીવાદી સમાજના સંદર્ભમાં કરે લો વિચાર છે. તે મૂડીવાદી શોષણની વ્યવસ્થાને મિટાવીને વિકલ્પે નવીન રચનાનો વિચાર નથી. તે મૂડીવાદને ટકાવીને શ્રમિકને શોષણથી બચાવવાની રાહત આપવાનો અથવા શ્રમિક મજૂ ર તે પેઢી દર પેઢી મજૂ ર જ રહે તેવી વ્યવસ્થાના સંદર્ભમાં રાહતલક્ષી વિચાર છે. ગાંધી મૂડીવાદને ખતમ કરીને સર્વોદયના માર્ગે સ્વરાજની ક્રાંતિ વડે નવીન અહિં સક સમાજરચનાના યુગનું ઉદ્ઘાટન કરનાર પ્રતિભા છે. મજૂ ર તે મજૂ ર મટીને સૌ સમાન સ્વાવલંબી સમાજના સભ્ય બને તે ગાંધીના રચનાત્મક કાર્યક્રમનો આશય છે. હવે ભારતના સ્વતંત્રતા સંઘર્ષના સત્યાગ્રહમાં, ત્યાગ-બલિદાન, 360

આત્મભોગ માટે મહાત્મા ગાંધીએ ભારતીય સમાજના વંચિત-ગરીબને જ નહીં પણ ધનિક વ્યાપારી, વકીલ વ્યાવસાયિક અને રાજાઓ તથા રાજવી નબીરાઓને નેતાગીરી લેવાની ફરજ પાડી હતી. ગરીબ-દૂબળાં-બાપડાંને જીવન જીવવામાં ટેકો આપવા માટે અસ્પૃશ્યતાનિવારણ, ખાદી ગ્રામોદ્યોગ મૂલક અહિં સક ક્રાંતિના દેશવ્યાપી રચનાત્મક કામનું સંગઠન મહાત્મા ગાંધીએ કરાવ્યું, તે માટેની રાષ્ટ્રીય સંસ્થાઓ પણ બનાવી. એ ‘સ્વરાજ’ની દિશામાં રચનાત્મક પ્રયાસનું પહે લું પગલું હતું. શ્રમિકને કાયમ મજૂ રની પરવશતામાંથી મુક્ત કરીને તેને એક ઉદ્યોગ સાહસિકના દરજ્જે ખાદી ગ્રામોદ્યોગના સ્વાવલંબી એકમનો સંચાલક બનાવનારી એ ક્રાંતિની શરૂઆત રાષ્ટ્ર આખામાં વ્યાપક ફલક પર હાથ ધરવામાં આવી. આઝાદીના સંગ્રામની સળગતી આગ વચ્ચે રાષ્ટ્રને આર્થિક સ્વરાજની દિશામાં લઈ જવાનો એ મહાપ્રયાસ હતો. તે નેતૃત્વનું શ્રેય એટલે ગુરુપદ રસ્કિનને આપનાર રસ્કિનને ગાંધીજીના ગુરુ કહે નાર પછી અનટુ ધિસ લાસ્ટ એટલે ગાંધીવિચાર એમ કહે , એમાં સત્યનો અંશ પણ નથી. તે સાથે એ પણ ખરું કે આ ક્રાંતિલક્ષી અને સ્વરાજલક્ષી રચનાત્મક કાર્યક્રમ મહાત્મા ગાંધીના સ્વર્ગવાસ પછી પ્રાયોગિક દશાથી આગળ ચાલ્યા પણ નહીં. અનટુ ધિસ લાસ્ટના જ વિચારની આવી નિષ્ફળતાના આઘાત છતાં અનટુ ધિસ લાસ્ટ એટલે જ ગાંધીવિચાર એવા ભ્રમનો ભોગ બનેલા લેખકો રસ્કિનને હજુ પણ તેમના ગુરુસ્થાને બતાવીને શો આત્મસંતોષ પામે છે તે સમજી શકાય તેમ નથી. આ મુજબ થૉરોનાં ‘સિવિલ ડિસોબીડિઅન્સ’ વિશે પણ ચર્ચાનો વિસ્તાર કરી શકાય; પણ સ્થળસંકોચની મર્યાદા લક્ષમાં લઈ એટલું સુજ્ઞ વાચકની વિવેકક્ષમ સમજશક્તિને સહજ ગમ્ય હોવાથી તે વિશે આટલો નિર્દેશ જ ઠીક ગણાશે. [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


શ્રીમદ્ અને ગાંધીજીના સંબંધ વિશે, તેમની વચ્ચેના પ્રશ્નોત્તર વિશે સાહિત્ય સર્વસુલભ છે. તેમાં કોઈ સ્થળે શ્રીમદ્ તરફથી ગુરુપણાનો કોઈ ભાવ કે વ્યવહારનો અંશ પણ જણાય તેમ નથી. તો ગાંધીજીએ તેમને જ્ઞાની તરીકે પૂજ્ય ભાવે નાનામાં નાના ગણાય તેવા સામાન્યથી ગહન પ્રશ્ન પૂછવામાં સંકોચ રાખ્યો ન હતો. શ્રીમદ્ સાથેનો સંબંધ મૂલત: જ્ઞાનનિષ્ઠાના ઘડતરની પગદંડી બને છે. એ જીવનપુષ્ટિને પરિપક્વ કરનાર આચાર અને ધર્મની સૂક્ષ્મતામાં લઈ જનારી સમજ કેળવે છે. એ વિવેક મહાત્મા ગાંધીના સ્વરાજનિર્માણના સામાજિક અને મોક્ષની આકાંક્ષાનાં આંતરિક જીવનના મૂલ્યોની ઉપાસનાને જ્ઞાનમય બનાવે છે.

શ્રીમદ્‌ની જ્ઞાનનિષ્ઠા ધ્યાનમાર્ગે સમાધિદશાને સમર્પિત છે, મહાત્માની સ્વરાજનિષ્ઠા નિષ્કામ કર્મ માર્ગે સમર્પિત છે. તેથી એ પોતે શ્રીમદ્‌ના ધ્યાનમાર્ગે સાધક બન્યા પણ નથી. અને શ્રીમદ્ જ ેવા સમાધિદશાના જ્ઞાની સાક્ષાત્કારી ભગવંત કંઈ ગાંધીવિચારની રચનાત્મક અહિં સક સામાજિક ક્રાંતિના સર્વોદય વિચારક તરીકે સ્વપ્ને પણ ગાંધીજીના ગુરુ ન હોઈ શકે, તેમાં શક નથી. તો પછી ગાંધીજીના ગુરુ કોણ? શો છે જવાબ? એ જ, સ્વયં પરમાત્મા! અને જ ેમનો અવાજ એ સાંભળતા અને અનુસરતા. ઉપવાસ વખતે એ જ એમને આદેશ આપતા, પ્રેરણા આપતા! અને એવું એમણે જાતે જ કહ્યું છે! 

રસ્કીન અને ગાંધી રસ્કીન પ્રતિભાશાળી પુરુષ હતા, પણ તેમની ઈચ્છાશક્તિ બહુ નબળી હતી. પોતાનું ધાર્યું જ કેમ કરવું, સંજોગોને વશ ન થતાં તેના પર પ્રભુત્વ કેમ મેળવવું, વિચારોને સાચી દિશામાં જ કેમ વાળવા, એટલું જ નહીં પણ વિચારોને આચરણમાં કેમ ઉતારવા, એ ગાંધીજી નાનપણથી જ જાણતા હતા. રસ્કીનની પ્રતિભાએ એમને ‘અન્ટુ ધીસ લાસ્ટ’ લખાવની શક્તિ આપી. પણ તેમણે અર્થશાસ્ત્રના વિષયમાં પ્રચલિત મતોથી વિરુદ્ધ જ ે કંઈ લખેલું તેની સામે છાપામાં બુમરાણ મચ્યું ત્યારે તેમણે એ બુમરાણ આગળ નમતું આપ્યું, ને પોતાની લેખમાળાને અધૂરી જ રહે વા દીધી. ગાંધીજીએ એ પુસ્તક એક રાતમાં વાંચ્યું એટલામાં જ એમના આત્માનો દારૂગોળો સળગી ઊઠ્યો, ને તેમણે આખા જીવનનું પરિવર્તન કર્યું. [પુણ્યશ્લોક ગાંધીજી પુસ્તકમાંથી, મહાદેવ દેસાઈ લિખિત ‘ગાંધીજી અને રસ્કિન’ લેખમાંથી]

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

361


ગાંધીજીના ઉપવાસ : શસ્ત્ર અને શાસ્ત્ર મણિલાલ એમ. પટેલ

ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસનું અનોખું મૂલ્ય છે. પરિપક્વતા વિના કરાતા ઉપવાસનું પ્રમાણ દિનએમાંયે આ વર્ષે તો અધિક ને શ્રાવણ એમ બે મહિના ઉપવાસના આવ્યા. ઇસ્લામ ધર્મના રોજા ને જ ૈનોમાં પર્યુષણ એ પણ ઉપવાસ જ છે. જોકે બીજા ધર્મો કરતાં હિં દુ ધર્મમાં ઉપવાસ એ સાધના કરતાં જાણે વૈભવ જ ેવા બની ગયા છે. બિનઉપવાસમાં બનતી વાનગીઓ હવે ઉપવાસમાં ખાઈ શકાય તેવી બની રહી છે. ઉપવાસના દિવસે અલ્પાહારને બદલે અતિઆહાર થઈ જાય છે. આમ ધાર્મિક દૃષ્ટિએ કરાતા ઉપવાસ હવે માત્ર એક કર્મકાંડ બની ગયા છે, તો કોઈ માણસ પોતાની વ્યક્તિગત કે જાહે ર માગણીને લઈને ઉપવાસ કરે તે સત્યાગ્રહ સ્વરૂપના કહે વાય છે. આવા ઉપવાસ વ્યક્તિગત ને સામૂહિક તથા આમરણાંત અને પ્રતીક એમ બે પ્રકારના હોય છે. આંદોલનો કે લડતમાં પૂરતી સમજ કે

362

પ્રતિદિન વધતું જાય છે, તેમ તેમ ઉપવાસનું મૂલ્ય, મહત્ત્વ ને માહાત્મ્ય ઘટતું જાય છે. આંદોલનોના ભાગરૂપે થતા પ્રતીક ઉપવાસ તો ઘણી વાર ફારસ જ ેવા લાગે છે. ઉપવાસનાં સ્થળે ઠંડાં પીણાની બોટલો અને ઉપવાસ પહે લાં છોલેભટુરે ખાવાની ઘટનાઓ ઉપવાસ જ ેવાં અમોઘ શાસ્ત્ર ને શસ્ત્રને બુઠ્ઠું બનાવી દે છે. ઉપવાસ બાબતમાં દેશમાં બે વ્યક્તિઓને યાદ કરવા પડે. એક મહાત્મા ગાંધી ને બીજા મોરારજી દેસાઈ. ગાંધીજીનું ઉપવાસશાસ્ત્ર સાવ અનોખું ને અદ્ભુત છે. મોરારજી દેસાઈ જાહે ર હે તુસર લોકશાહી માટે ઉપવાસનો ઉપયોગ કરતા. તેઓ બંધ ખંડમાં એકલા ઉપવાસ કરે તોય તેમના વિરોધીઓ તેમના ઉપવાસ અંગે લેશમાત્ર શંકા કરી શકતા નહીં. એમના ઉપવાસ તેમને ધ્યેય સુધી લઈ જતા. તેમના ઉપવાસ ચોક્કસ પરિણામમાં પરિણમતા હતા. ગાંધીજીના ઉપવાસ કોઈ આંદોલનના ભાગરૂપ કરતા ઈશ્વરના આદેશ અનુસાર આત્મશુદ્ધિ માટેના હતા. તેમણે અસ્પૃશ્યતાનિવારણ અને કોમી એકતા માટે જિંદગીમાં અનેક વાર ઉપવાસ કર્યા છે. ૧૯૨૦માં નવજીવનમાં ગાંધીજી લખે છે કે, “શુદ્ધ ઉપવાસથી શરીર, મન અને આત્માની શુદ્ધિ થાય છે. ઉપવાસથી દેહને કષ્ટ થાય છે એટલે દરજ્જે આત્મા મુક્ત થાય છે.” ૧૯૨૪માં ગાંધીજીએ નવજીવનમાં લખ્યું છે કે, “ઉપવાસ તો સ્નેહી સામે આદરી શકાય અને તે પણ કોઈ હકો મેળવવાને નહીં પણ તેને સુધારવા માટે.” યંગ ઇન્ડિયા અને નવજીવનમાં ગાંધીજીએ નોંધ્યું છે [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


કે, “મારો ધર્મ મને શીખવે છે કે, ન ટાળી શકાય એવું દુઃખ આવી પડે અને અસહ્ય મૂંઝવણ થાય ત્યારે ઉપવાસ કરવો ને પ્રાર્થના કરવી.” ગાંધીજીએ કેટલીક વાર ઉપવાસ કેટલા દિવસ કરવા તે પણ અગાઉથી જાહે ર કર્યું છે. ૧૯૨૪માં દિલ્હીમાં કોમી એકતા માટેના ઉપવાસમાં તેમણે ૨૧ દિવસના ઉપવાસની જાહે રાત કરી છે અને ઉપવાસમાં પાણી ને મીઠુ ં લેવાની છૂટ રાખી છે, તેવું પણ નોંધ્યું છે અને કહ્યું છે કે, આ ઉપવાસ પ્રાયશ્ચિતરૂપે છે અને પ્રાર્થનારૂપે પણ છે. ઉપવાસ પડતા મૂકવા અંગે આવેલા પત્ર અનુરોધ-અપીલના સંદર્ભમાં ગાંધીજી કહે છે કે, ઉપવાસ પડતો મૂકું એનો અર્થ અંતરની સાચામાં સાચી માન્યતાઓ છોડી દેવી એવો થાય. આ વાત તેમણે કોમી એકતાના ઉપવાસના સંદર્ભમાં કરી હતી. એક મિત્રે ઉપવાસ છૂટ્યા બાદ ગાંધીજીને લખ્યું કે, હવે કૃ પા કરીને આવી પ્રતિજ્ઞા કદી ન લેશો, કેમ કે થોડીઘણી દુષ્ટતા તો દુનિયામાં રહે વાની જ. પ્રત્યુત્તરમાં ગાંધીજી લખે છે કે, હં ુ કદી એવું માનતો નથી કે દુનિયાની દુષ્ટતા ટાળવાનું મારું સામર્થ્ય છે. ઉપવાસ મનને શુદ્ધ કરવા કરે લો, એટલું પ્રાયશ્ચિત કરવું એ મારું ધર્મકૃ ત્ય હતું. ફળ ઈશ્વરાધીન છે. તેમણે બાહ્યદર્શન માટે આંખની જરૂર છે તેટલી આંતરદર્શન માટે ઉપવાસની જરૂર હોવાનું કહ્યું છે. ઉપવાસશાસ્ત્ર સમજાવતાં ગાંધીજી લખે છે કે, ઉપવાસ જો અહિં સાની ભાવનાથી તરબોળ હોય અને ધ્યેયને વિશે લેશમાત્ર પણ સ્વાર્થની ભાવના ન હોય, તો એ અહિં સક પદ્ધતિના મેરુ સમાન છે. આમ ગાંધીજીએ અહિં સક અને નિઃસ્વાર્થ ભાવે ઉપવાસની હિમાયત કરી છે. ૧૯૩૨માં પોતાના ઉપવાસ ટાણે સહાનુભૂતિ માટે થતા ઉપવાસના સંદર્ભમાં ગાંધીજીએ કહ્યું नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

છે કે, કોઈ સહાનુભૂતિમાં ઉપવાસ ન કરે . મેં ઈશ્વરના આદેશથી ઉપવાસ આદર્યા છે, એટલે આ લોકોને એવો ચોક્કસ આદેશ ન મળ્યો હોય તો તેમને ઉપવાસ કરવાનું કશું કારણ નથી. આત્મશુદ્ધિ અથવા કાર્યની એકતા દર્શાવવા અર્થે એક દિવસનો ઉપવાસ કરાય તે ઠીક છે પણ એટલું જ બસ હોવું જોઈએ. ઉપવાસ જ ેમ કર્તવ્ય છે તેમ અધિકાર પણ છે; અને એ અધિકાર એને જ પ્રાપ્ત થાય છે જ ેણે યમ-નિયમનવાળાં જીવનથી એ માટેની લાયકાત કેળવી હોય. ઉપવાસ દરમિયાન પણ ઉપવાસનો અધર્મ મને પ્રત્યક્ષ થાય તો વગર શરમે તત્ક્ષણ છોડી દઉં. આ જગતમાં મને શરમ છે, અસત્ય વિચારવા, બોલવા કે સાચવવાની. ઉપવાસનો પ્રત્યેક દિવસ તેમાં ઈશ્વરનો હાથ હોવાનો અચૂક પુરાવો મને પૂરો પાડે છે. કરોડો માણસ જ ેમણે મને જોયો પણ ન હોય અથવા સાંભળ્યો પણ ન હોય. એમના પર મારાં કૃ ત્યની કે વચનની અસર પડે ત્યારે મારે માનવું જોઈએ કે ઈશ્વર મારી મારફતે કામ કરાવી રહ્યો છે. ગાંધીજી માનતા કે ઉપવાસની પાછળ દબાણ નહીં પ્રેમ હોવો જોઈએ. ઉપવાસ વગરની પ્રાર્થના હોઈ જ ન શકે, તેમ પ્રાર્થના વગરનો સાચો ઉપવાસ ન હોઈ શકે. ગાંધીજી કહે તા અને માનતા કે હં ુ ઉપવાસ ઈશ્વરે ચ્છાને આધીન કરું છુ .ં પછી એને મંજૂર રાખનાર કોઈ માનવસાથી હોય કે ન હોય. જ્યારે ઈશ્વરપ્રેરણાથી એ અધિકાર પ્રાપ્ત થાય છે ત્યારે એનું બળ પ્રચંડ હોય છે. ગાંધીજીએ માત્ર અન્નત્યાગને ઉપવાસ નથી ગણાવ્યો. તેમણે કહ્યું છે કે, અન્નત્યાગ એ ઉપવાસનું અનિવાર્ય અંગ છે પણ સૌથી મોટુ ં અંગ નથી. સૌથી મોટુ ં અંગ તો પ્રાર્થના – ઈશ્વર સાથેનું સાંનિધ્ય છે જ ે અન્ન કરતાંય વધુ ગરજ 363


સારે છે. ગાંધીજીએ પોતાના ઉપવાસને રમૂજ ખાતર કે કીર્તિ મેળવવાની લાલસાથી દેહદમન કરવા માટેના ગણાવ્યા નથી. ઉપવાસ દૈવીશક્તિ કરાવે છે અને કષ્ટ સહન કરવાનું બળ પણ દૈવીશક્તિ આપે છે. ૧૯૪૦માં હરિજનબંધુમાં ગાંધીજીએ લખ્યું છે કે, ઉપવાસમાં સ્વાર્થ, રોષ, અવિશ્વાસ અને અધીરાઈનો પ્રવેશ ન થવો જોઈએ. ઉપવાસમાં અખૂટ ધૈર્ય, દૃઢતા, એકાગ્રતા અને શાંતિ હોવાં જોઈએ. આમરણાંત ઉપવાસ અંગે ગાંધીજીએ ૧૯૪૨માં હરિજનબંધુમાં લખ્યું છે કે, આમરણાંત ઉપવાસ એ સત્યાગ્રહના કાર્યક્રમનું એક અત્યંત મહત્ત્વનું અંગ છે. અમુક સંજોગોમાં તે સત્યાગ્રહનું સૌથી મહાન અને રામબાણ શસ્ત્ર છે, પણ યોગ્ય તાલીમ પામ્યા વિના આવી જાતનો ઉપવાસ આદરવાને માટે દરે ક જણ પાત્ર નથી.

ગાંધીજી કહે તા કે, હં ુ શોષણ, અન્યાય અને જૂ ઠ નાશ પામે એમ ઇચ્છું છુ .ં જો એમનો નાશ કરવામાં આવે તો ઉપવાસની જરૂર જ ન રહે . ઉપવાસ કેવળ દેખાવને ખાતર અથવા ત્રાસ ઉપજાવવાને ખાતર કરવામાં આવે તો કેવળ પાપકર્મ જ ગણાય, એટલે પોતાની જ ઉપર અસર કરવા સારુ પ્રાયશ્ચિતરૂપે થયેલો પ્રાર્થનાયુક્ત ઉપવાસ જ ઉપવાસ ગણાય. ઉપવાસ એ આત્માની શુદ્ધિ માટેનો શ્રેષ્ઠ રસ્તો છે. ગાંધીજીએ આરોગ્ય માટે પણ ઉપવાસની હિમાયત કરી છે અને અલ્પાહારને નિત્ય ઉપવાસ સમો ગણાવ્યો છે. ટૂ કં માં ગાંધીજીના ઉપવાસશાસ્ત્રના પાયામાં ઈશ્વરનો આદેશ, આત્મશુદ્ધિ ને પ્રાયશ્ચિત હતાં. Email : manilalpatelgramgarjana@gmail.com 

વીસરાતી વિરાસત ~ જ ેમ્સ હિલ્ટન, અનુ. ચિન્મય જાની

Trial of Gandhiji

જ ેમ્સ હિલ્ટનની વિખ્યાત નવલકથા લાૅસ્ટ હાૅરાઇઝનની પાર્શ્વભૂમિ ‘શાંગ્રીલા’ સર્વત્ર આધ્યાત્મિક આનંદના પ્રતીક તરીકે જાણીતી થઈ છે. આ કથાનો પ્રકાર પ્રવાસકથા અને રોમાન્સનો છે, પણ ગૌતમ—બુદ્ધના સુવર્ણમધ્યનું તત્ત્વજ્ઞાન—દર્શન એમાં સર્વત્ર વ્યાપેલું છે. વાચકમિત્રોને આ વાર્તા રુચશે અને સદાને માટે યાદ રહી જશે.

તારીખ 18 માર્ચ, 1922ના રોજ અંગ્રેજ હકૂ મતની સેશન્સ કોર્ટમાં ગાંધીજી વિરુદ્ધ ચાલેલો ખટલો ઇતિહાસના સુવર્ણપૃષ્ઠ સમાન છે. ગાંધી પ્રેરિત સ્વાતંત્ર્ય ચળવળને ચોક્કસ દિશામાં દોરી જવામાં મહત્ત્વપૂર્ણ આ ઘટનાનું ‘Trial of Gandhiji’માં યથાતથ, વિગતસભર અને દસ્તાવેજી મૂલ્ય સાથે વિશ્લેષણસહ નિરૂપણ છે.

p. 192 | 5" x 9.25" | Paperback | Rs. 200

364

p. 288 | 9" x 12" | Rs. 750

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


મો. ક. ગાંધી અને ભાવનગરની શામળદાસ કૉલેજ ગંભીરસિંહ ગોહિલ

ધોતિયું, લાંબો કોટ અને પાઘડી સાથેનો એક કે, તે ઉદ્ઘાટન કૉલેજના નવા મકાનનું નહીં, પરં તુ અઢારે ક વર્ષનો યુવાન માથે પોટલું દબાવીને જ ેતપુરના રે લવેસ્ટેશને દોડતો હતો. તેની ભાવનગર જવા માટેની ટ્રેન ઊપડી રહી હતી. તે હતા મોહનદાસ કરમચંદ ગાંધી. તે વખતે સૌરાષ્ટ્રમાં ટ્રેન-વ્યવહાર હજી શરૂ થઈ રહ્યો હતો. ભાવનગર અને ગોંડલ રાજ્યે જ ેતપુર સુધીની રે લવેલાઇન નાખી દીધી હતી. પણ રાજકોટથી જ ેતપુર સુધી આવવા માટે મોહનદાસે અબ્બુબકર જમાલની ભાડેની ઊંટગાડીમાં આવવું પડ્યું હતું. ટ્રેનમાં જ ેતપુરથી નીકળી સવારે ભાવનગર પહોંચતા મોહનદાસને રામજી મંદિરની ઓરડીમાં જશોનાથ મંદિરના પૂજારી સાથેની ઓળખાણથી ઊતરવાની સગવડ મળી હતી. સવારે જશોનાથ મંદિર સામેના ગંગાજળિયા તળાવના કિનારે ચાલીને આગળ જતાં આલ્ફ્રેડ હાઈસ્કૂલની બાજુ ની દીવાલની સામે 1882માં બંધાયેલા બાર્ટન લાઇબ્રેરીના જૂ ના મકાનમાં થોડા ખંડોમાં શામળદાસ કૉલેજ બેસતી તેમાં પ્રવેશ મળી ગયો. તે સાથે તેમને રહે વા માટે હોસ્ટેલની રૂમ પણ જશોનાથ મંદિરના સામેના દરવાજા પાસેની ઓરડીમાં મળી હતી. તે સમયે કૉલેજનાં સત્રો જાન્યુઆરીથી જૂ ન અને જુ લાઈથી ડિસેમ્બર સુધીનાં હતાં. આથી મોહનદાસનો અભ્યાસ 1888ના જાન્યુઆરીની પહે લી તારીખ આસપાસ શરૂ થયેલો. એક ઉલ્લેખ પ્રમાણે શામળદાસ કૉલેજના નવા મકાનનું ઉદ્ઘાટન મુંબઈ પ્રાંતના ગવર્નર લૉર્ડ રે ના હાથે 1886ની 17 ડિસેમ્બરે થયું હતું. પરં તુ પ્રમાણો દર્શાવે છે

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

ભાવનગર રાજ્ય દ્વારા બંધાઈ રહે લા નવા મકાનના મુખ્ય હૉલનું હતું. મળેલ પ્રમાણો અનુસાર મુંબઈ યુનિવર્સિટી 1929-30ના કૅ લેન્ડર (વાર્ષિક અહે વાલ)માં પૃ. 48 ઉપર ખરી હકીકત નોંધાઈ છે કે, કૉલેજના પૂરા થયેલા મકાનનો ઉપયોગ ઈ. સ. 1893માં આરં ભાયો હતો. તેમાં સ્પષ્ટ લખ્યું છે : The Lecture hall was declared open by his excellency the Right Honourable Lord Reay, on the 17th December, 1886. The College classes were opend in January, 1885, and the new building was occupied in 1893. આ વિગતનો ફલિતાર્થ એ છે કે, શામળદાસ કૉલેજ ઈ. સ.

બાર્ટન લાઈબ્રેરી, ભાવનગર

365


1892 સુધી બાર્ટન લાઇબ્રેરીના એટલે કે હાલના માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલવાળા મકાનના જૂ ના ભાગમાં બેસતી હતી. એટલે મોહનદાસ 1888ના પહે લા સત્રમાં તે મકાનમાં ભણ્યા હતા. એટલે કે જશોનાથ ચોક નજીકનું હાલનું આયુર્વેદ કૉલેજવાળું મકાન જ ે ભાવનગર રાજ્યના બાહોશ બાંધકામ અધિકારી આર. પ્રોક્ટર સિમ્સે ખંતપૂર્વક તૈયાર કર્યું હતું. તે 1893થી શામળદાસ કૉલેજના ઉપયોગ માટે સુપરત કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં સૌરાષ્ટ્ર વિસ્તારની પહે લી કૉલેજ શરૂ થતાં મુંબઈ યુનિવર્સિટીએ તેના ખર્ચ માટેની ખાતરી માગી હતી. તેના માટે મહારાજા તખ્તસિંહજીએ પોતાના રાજ્યની પૂરેપૂરી મહે સૂલી આવક તેની ખાતરી તરીકે ધરી દેતાં કૉલેજ શરૂ કરવાની માન્યતા મળી હતી. કૉલેજના યોગ્ય પ્રિન્સિપાલની શોધ માટે ઇંગ્લૅન્ડમાં તપાસ કરવા ભાવનગર રાજ્યના પૂર્વ અધિકારી અને તે સમયે બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય મહે રવાનજી મંચેરજી ભાવનગરીને આ કામ સોંપાયું હતું. તેમણે જાહે રાત આપતાં 130 અરજીઓ આવતાં તે માટે રચાયેલી ખાસ પસંદગી સમિતિએ પૂર્વની વિદ્યાઓના નિષ્ણાત આર. એચ. ગનિયનની પસંદગી કરી હતી. જ ેમણે ફે બ્રુઆરી, 1888માં ભાવનગર આવી આચાર્ય તરીકેની કામગીરી સંભાળી લીધી હતી. કૉલેજના શૈક્ષણિક ગણમાં પ્રો. જમશેદજી ઉનવાલા (ફિઝિક્સ), પ્રા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી (સંસ્કૃત), પ્રા. ફરદુનજી મંચેરજી દસ્તુર (ગણિત અને લૉજિક), પ્રા. બરજોરજી એન્ટી (ઇતિહાસ), અને પ્રા. શેખ મહમ્મદ ઇસ્ફહાની (ફારસી)નો સમાવેશ થાય છે. મોહનદાસ 1888ના જાન્યુઆરીમાં કૉલેજના વિદ્યાર્થી તરીકે પ્રવેશ્યા ત્યારે તેમનાથી આગળ કૉલેજના 1885માં પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ ચોથા 366

વર્ષમાં અભ્યાસ કરતા હતા. તેમાંથી જ ેઓ 1888ના અંતે લેવાયેલી મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષામાં સૌપ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવનારા એ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી હતા. તે ઉપરાંત તેમની સાથે ભણેલા વિદ્યાર્થીઓમાં જાણીતા કવિ અને વિવેચક બલવંતરાય કલ્યાણરાય ઠાકોર, જહાંગીર ગંભીર, વરજદાસ બારૈ યા, હરિહરશંકર દવે, કે. ખુશરો એન્ટી, નાનચંદ દોશી, પરીખ ભોગીલાલ બાબુલાલ, ઈશ્વરરાય બાબુભાઈ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એ વખતે કૉલેજમાં અભ્યાસ કરનારાઓમાં પછીથી ગોંડલ રાજ્યના દીવાન થયા એ પ્રાણશંકર ભવાનીશંકર જોશી, ભાવનગર રાજ્યના ચિફ જસ્ટિસ થયા તે મણિલાલ હરિલાલ મહે તા, પરમાણંદ વિઠ્ઠલભાઈ ઠક્કર, શાંતિલાલ કે. મહે તા, મણિલાલ એચ. મહે તા, વિઠ્ઠલદાસ જી. ત્રિવેદી, ત્રંબકલાલ સી. ભટ્ટ, સાકરલાલ આર. દેસાઈ, ડૉક્ટર પેસ્તનજી બી., મોહનલાલ જ ે. મારૂ, મોતીલાલ પી. મહે તા, ભોગીલાલ બી. પરીખ, મણિલાલ સી. મહે તા, ગુલાબશંકર કે. વૈદ્ય, મોતીચંદ સી. શાહ, બળવંતરાય એચ. બૂચ, ડૉક્ટર નટવરલાલ બી., નટવરલાલ કે. ગામી, ફૂલચંદ બી. મહે તા, દિનશા એમ. મુનશી વગેરે મોહનદાસના સહાધ્યાયીઓ હતા. તેમનાથી એક વર્ષ આગળ સુરતના સરદાર જનાર્દન પાઠકજી ભણતા હતા. તેમણે તેમના અભ્યાસકાળનાં સ્મરણો લખ્યા છે. મોહનદાસ કરમચંદ ગાંધીનો ભાવનગરની શામળદાસ કૉલેજમાં થયેલો થોડા મહિનાનો અલ્પકાલીન અભ્યાસ તેમના જીવનનો દિશાપરિવર્તનકારી તબક્કો હતો. 1888ના જાન્આ યુ રીથી એપ્રિલ સુધીના પહે લા સત્ર પૂરતા જ તેઓ ત્યાં ભણ્યા હતા. વૅકેશન શરૂ થતાં તેઓ રાજકોટ આવી ગયેલા. તેમનો આ સમય દરમિયાન થયેલો અભ્યાસ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


વખાણવા જ ેવો નહોતો. સત્ર મધ્યે લેવાયેલી સ્કોલરશિપ માટેની પરીક્ષાઓમાં તેઓએ ત્રણ વિષયમાં પરીક્ષા આપી ન હતી અને ચાર વિષયમાં લગભગ નાપાસ થયેલા. તેમ છતાં સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં તેમણે શામળદાસ કૉલેજ માટે સારા શબ્દો લખતાં કહ્યું છે : “ત્યાં મને કાંઈ આવડે નહીં, બધું મુશ્કેલ લાગે, અધ્યાપકોનાં વ્યાખ્યાનોમાં ન પડે રસ ને ન પડે સમજ. આમાં દોષ અધ્યાપકોનો નહોતો, મારી કચાશનો જ હતો. તે કાળના શામળદાસ કૉલેજના અધ્યાપકો તો પહે લી પંક્તિના ગણાતા.” તે સમયના પ્રાધ્યાપકોમાંથી સંસ્કૃતના પ્રાધ્યાપક અને સાહિત્યકાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી પ્રત્યે તેમને ઘણું માન હતું. “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુ પાઈ, છે” તે કાવ્યરચના તેમને ખૂબ ગમતી. આમ છતાં વૅકેશનમાં તેઓ રાજકોટ પહોંચ્યા ત્યારે પોતાના અભ્યાસના પરિણામે તેઓ અકળાયેલા અને મૂંઝાયેલા હતા. કૉલેજના આગળ અભ્યાસ અંગે તેમના મનમાં કોઈ સ્પષ્ટતા નહોતી. આ દિવસોમાં મોહનદાસના પિતા કરમચંદના મિત્ર અને કુ ટુબ ં ના સલાહકાર વ્યવહારકુ શળ માવજી દવે સૌને મળવા માટે આવ્યા. તેમને કુ ટુબ ં ના કુ શળ સમાચાર પૂછવા સાથે મોહનદાસના અભ્યાસ વિશે જાણકારી માગી કેમ કે મોટા બંને ભાઈઓ લક્ષ્મીદાસ અને કરસનદાસ મૅટ્રિક પાસ થઈ શક્યા નહોતા. જ્યારે માવજી દવેને કહે વામાં આવ્યું કે, મોહનદાસ કૉલેજમાં અભ્યાસ કરે છે ત્યારે તેમણે કહ્યું કે, જમાનો બદલાયો છે કૉલેજનો અભ્યાસ

પૂરો કર્યા પછી પણ શિક્ષક કે કારકુ નની જ નોકરી મળે. પણ હં ુ તો ઇચ્છું છુ ં કે મારા મિત્રનો દીકરો દીવાનપદે પહોંચે તો જ દીવાન કરમચંદ ગાંધીનો વારસો જાળવી શકાય. એટલે મારી સલાહ છે કે, મોહનદાસને બૅરિસ્ટર થવા માટે વિલાયત મોકલો. બૅરિસ્ટર થયા પછી તે ઊંચી પદવી મેળવી શકશે અને તેના માટે દીવાન થવા માટેની શક્યતા રહે શે. કુ ટુબ ં ના સભ્યોએ માવજી દવેની સલાહ માનભેર સાંભળી. મોહનદાસ તો તેમાં સહમત થઈ ગયા કેમ કે તેમને બીજો કોઈ રસ્તો સૂઝતો નહોતો. જ્યારે કરમચંદ ગાંધીના અવસાન પછી કુ ટુબ ં ની આર્થિક સ્થિતિ સારી રહી ન હતી, છતાં મોટાભાઈ લક્ષ્મીદાસે પૂરા પ્રયત્નો કરીને મોહનદાસને બૅરિસ્ટર થવા માટે વિલાયત મોકલવાનો નિર્ણય કર્યો. ઘણા પ્રયત્નોના અંતે જોઈતી રકમ એકત્ર કરીને તેમણે મોહનદાસ સાથે મુંબઈ જઈને તે જ વર્ષે એટલે કે 1888ના સપ્ટેમ્બર મહિનામાં મોહનદાસને આગબોટ દ્વારા લંડન જવા રવાના કર્યા. આમ મોહનદાસ માટે શામળદાસ કૉલેજનો ટૂ કં ા ગાળાનો અભ્યાસ તેમના જીવનની એક નવી જ દિશા ચીંધનારો બની રહ્યો. જો મોહનદાસ શામળદાસ કૉલેજના અભ્યાસમાં સફળ રહ્યા હોત અને કોઈ નોકરીમાં જોડાઈ ગયા હોત, તો તેમની કારકિર્દી એટલે સુધી જ મર્યાદિત થઈ ગઈ હોત એટલે મોહનદાસનો શામળદાસ કૉલેજનો અભ્યાસકાળ તેમના જીવનમાં આગવું અને પરિવર્તનકારી મૂલ્ય ધરાવે છે. 

“હં ુ આશા રાખું છુ ં કે બીજાઓ મારો દાખલો લેશે અને ઇંગ્લંડથી પાછા આવ્યા બાદ હિં દુસ્તાનમાં સુધારાનાં મોટાં કામો કરવામાં પોતાના ખરા જિગરથી ગૂંથાશે.” [મો. ક. ગાંધી, વિલાયત જતાં પહે લાં આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં આપેલું ભાષણ]

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

367


બા મારું શુભતર અર્ધાંગ હતી : ગાંધીજી સોનલ પરીખ

2018 મહાત્મા ગાંધીનું જ નહીં, એમની સહજીવનમાં ખટરાગ તો થયા જ હોય. પણ એકંદરે

અર્ધાં​ંગિની કસ્તૂરબાનું પણ સાર્ધશતાબ્દી વર્ષ છે. કસ્તૂર કાપડિયાનો — બાનો જન્મ પણ 1869માં, મોહનદાસ ગાંધીના જન્મ પહે લાં છ મહિને થયો હતો; એટલે બાનું સાર્ધશતાબ્દી વર્ષ તો એપ્રિલ 2018થી શરૂ થઈ ગયું છે. આ વર્ષને ‘ગાંધી દોઢસો’ કહીએ છીએ તેમાં ભાવાર્થની રીતે બા અને બાપુ બંને આવી જાય છે ખરાં, પણ ‘ગાંધી દોઢસો’ કહે નારા કેટલાની સ્મૃતિમાં બાપુ સાથે બા પણ આવતાં હશે તે કહે વું મુશ્કેલ છે. કેવું હતું બા-બાપુનું સહજીવન? બાસઠ વર્ષના

368

જોતાં એમ લાગ્યા વિના રહે નહીં કે જ ેટલાં બા બાપુને સમર્પિત હતાં, તેટલા જ બાપુ પણ બાને સમર્પિત હતા. તેમણે કહ્યું પણ છે, ‘બા ખરા અર્થમાં મારું શુભતર અર્ધાંગ(બેટર હાફ) હતી.’ થોડી ઝાંખી કરીએ… 1876માં બા અને બાપુ બંને સાત વર્ષનાં હતાં ત્યારે એમની સગાઈ થઈ. સગાઈ પછી છ વર્ષે લગ્ન થયાં એ એક સૂચક ઘટના છે. એ જમાનામાં આઠેક વર્ષે તો છોકરીનાં લગ્ન થઈ જ જાય. પણ દીકરી જરા સમજણી થાય તે પછી જ પરણાવવી એવો પિતા ગોકળદાસ અને માતા વ્રજકુંવરબાનો નિર્ધાર હતો. આ નિર્ધાર પરથી તેમને ત્યારના કાઠિયાવાડના પ્રમાણમાં સુધારક વિચારના કલ્પી શકાય. કસ્તૂરબા માબાપની ત્રણ દીકરીઓમાંથી બચેલી એકની એક દીકરી, બે ભાઈઓની એકમાત્ર બહે ન — એટલે તેમનો ઉછેર પ્રેમ, લાડ, કાળજી અને સુરક્ષાના વાતાવરણમાં થયો. એથી તેમનું વ્યક્તિત્વ ખીલ્યું. તેર વર્ષની ઉંમરે મોહનદાસ સાથે લગ્ન થયાં ત્યારે કન્યા કસ્તૂર સુંદર, નિર્ભય, સ્પષ્ટવક્તા અને બુદ્ધિમાન હતી. મોહન પણ હિં મતવાન, પ્રામાણિક અને ન્યાયપરાયણ દીવાન કરમચંદનું લોહી હતો. અગ્નિની સાક્ષીએ તેર વર્ષનાં કસ્તૂર અને મોહન પતિપત્ની બન્યાં. સત્યના પ્રયોગોમાં મહાત્મા ગાંધીએ તેમના નવા સંસાર વિશે આપેલી રસપ્રદ વિગતો પરથી કહી શકાય કે મોહનને તરુણ પત્ની પ્રત્યે ખૂબ આકર્ષણ અને પ્રેમ હતાં; માલિકીભાવ પણ ઓછો નહીં. જ્યારે કસ્તૂર પતિપરાયણ અને આજ્ઞાંકિત હોવા સાથે ગૌરવશાળી અને સ્વતંત્ર મિજાજની પણ ખરી. પતિની પણ જોહુકમી [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સાંખે નહીં. પોતાને અયોગ્ય લાગે તે કરે નહીં. દૃઢ મનોબળ, સમજદારી અને વ્યવહારકુ શળતા એ તેમનાં ગુણો. પતિના વ્યક્તિત્વ અને ત્યાગનું મહત્ત્વ કસ્તૂરબા બરાબર સમજ ે, છતાં પતિની ધૂનની સામે પણ થાય અને કેટલીક વખત પતિનું જિદ્દી વલણ છોડાવી દેવામાં સફળ પણ થાય. સત્યાગ્રહનું રહસ્ય પોતે કસ્તૂરબા પાસેથી શીખ્યા હતા તેમ ગાંધીજી કહે છે. બાસઠ વર્ષના દાંપત્ય દરમિયાન મોહનદાસ મહાત્મા બન્યા, અંગત અને જાહે ર જીવનનાં શિખરો સર કરતા ગયા, સત્યાગ્રહની અત્યંત મૌલિક પદ્ધતિ શોધી દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં વિરાટ કાર્યો કર્યાં, દેશને બ્રિટિશ શાસનથી મુક્ત કર્યો ને સમગ્ર વિશ્વની વંચિત અને શોષિત પ્રજાને પાંખમાં લેવા ધાર્યું. આવા નિત્ય પરિવર્તનશીલ અને સત્યશોધક આદર્શો અને સિદ્ધાંતો માટે ભોગ આપવા અને અપાવવા કટિબદ્ધ મહાત્માનાં અર્ધાંગિની બનવું એ બહુ કપરું, ગજુ ં માગી લે તેવું કામ છે. 1908ની વાત. એ દિવસોમાં કસ્તૂરબાને માસિકની સમસ્યા હતી. છેલ્લા બે પુત્રોના જન્મ પછી એ વધારે ઉગ્ર બનતી ગઈ. એક તરફ દર મહિને વધુ પડતું લોહી જવાથી નબળું પડતું શરીર, બીજી બાજુ લડતમાં જોડાયેલા પતિપુત્રની સલામતીની સતત ચિંતા. પણ ફરિયાદ કરવાનો સ્વભાવ નહીં ને સહનશક્તિ સારી એટલે દિવસભરનાં કામ શાંતિથી પતાવ્યા કરે . બાપુ ત્યારે સત્યાગ્રહ પર એકાગ્ર હતા. કસ્તૂરબાની ઘસાતી કાયાની નોંધ તો લે, પણ એ બાબતમાં ખાસ કંઈ કરી શકે તે સ્થિતિમાં નહીં. એક વાર તેમણે કહ્યું પણ હતું, ‘સત્યાગ્રહીએ દોરડા પર ચાલનારા કરતાં પણ વધારે એકાગ્રતા કેળવવી જોઈએ.’ જોકે એ સત્યાગ્રહનું કોઈ ખાસ ફળ ન આવ્યું. પરવાના બાળવાની ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું ખરું, પણ તેનાથી પરિસ્થિતિ બદલાઈ નહીં. ઑક્ટોબરની શરૂઆતમાં ફિનિક્સમાં બે વ્યસ્ત સપ્તાહ વીતાવ્યા नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

પછી બાપુ જોહાનિસબર્ગ ગયા. લડતનું પરિણામ કંઈ આવ્યું નહીં તેથી તેમણે નિશ્ચય કર્યો હતો કે નવા ઇમિગ્રેશન કાયદાની વિરુદ્ધ સત્યાગ્રહ કરવો ને જરૂર પડે તો જ ેલમાં જવું. સાથીઓને સંદેશ આપ્યો, ‘અંત સુધી દૃઢ રહે વું. સહન કરવું એ જ સૌથી મોટુ ં શસ્ત્ર છે. વિજય નિશ્ચિત છે.’ 10 ઑક્ટોબર, 1908ના દિવસે સરકારે તેમને પકડ્યા અને વૉક્સરસ્ટ જ ેલમાં પૂર્યા. નિયમ પ્રમાણે તેમણે એક આદર્શ કેદીની જ ેમ જ ેલના નિયમોનું પાલન કરવા માંડ્યું. થોડા દિવસો ગયા અને ફિનિક્સથી આલ્બર્ટ વૅસ્ટનો પત્ર આવ્યો. કસ્તૂરબાને ખૂબ લોહી પડતું હતું. આલ્બર્ટ વૅસ્ટને લાગતું હતું કે કસ્તૂરબાને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવાં જોઈએ. તે માટે બાપુની પરવાનગી તેમણે માગી હતી અને બાપુએ દંડ ભરી જ ેલ છોડી ફિનિક્સ આવી જવું તેવી તાકીદ કરી હતી. ત્યારનો બાપુનો કસ્તૂરબા પરનો પત્ર તેમની કઠોર અને કોમળ બંને બાજુ ઓને એકસાથે વ્યક્ત કરે છે. એક તરફ તેમનો પત્ની પ્રત્યેનો પ્રેમ છે, બીજી તરફ મુશ્કેલ નિર્ણયો લેતી વખતે પોતાની પ્રિય વ્યક્તિઓને સહન કરવું પડશે તેથી થતી પીડા છે: વહાલી કસ્તૂર,  શ્રીમાન વૅસ્ટે તારી તબિયતના સમાચાર આપ્યા. તારી મને ખૂબ ચિંતા રહે છે. છતાં હં ુ તારી સારવાર કરવા આવી શકું એ સ્થિતિમાં નથી. સત્યાગ્રહની લડત માટે જીવનનું બધું દાવ પર લગાડી દેવાના મારા નિર્ણયને તું સમજશે તેવી મને આશા છે. જો હં ુ દંડ ભરીને તારી પાસે આવું તો તે મેં કાયદો તોડ્યો છે તેની કબૂલાત જ ેવું થાય. તેવું ન કરી શકાય તે તું જાણે છે. તેનાથી તો લડતની વિશુદ્ધિ જોખમાય.  પણ તું જો હિં મત રાખે ને બરાબર ખાય તો તને સારું લાગશે. તેમ છતાં તને કંઈક થઈ પણ જાય, 369


તો હં ુ ધારું છુ ં કે તું મારા કરતાં વહે લી જ જાય તે વધુ સારું છે. તને ખબર છે કે તું મને કેટલી પ્રિય છે અને તે પ્રેમ તું જીવતી નહીં હોય ત્યારે પણ તેવો જ રહે વાનો છે. મારા માટે તું હં મેશાં જીવંત જ રહે વાની છે. તારો આત્મા અવિનાશી છે.  તેમ છતાં મારા તરફથી હં ુ તને એટલી ખાતરી આપું છુ ં કે હં ુ કદી બીજાં લગ્ન નહીં કરું. મેં તને પહે લાં પણ આ કહ્યું છે. મૃત્યુ આવે તોપણ ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને તારા આત્માને મુક્તિના માર્ગે જવા દેજ ે. સત્યાગ્રહ માટે તેનાથી વધારે ભવ્ય બલિદાન બીજુ ં કયું હોઈ શકે?  મારો સંઘર્ષ ફક્ત સત્તાધારીઓ સામે નથી. મારો સંઘર્ષ જાત સાથેનો, પ્રકૃતિ સાથેનો પણ છે. આશા રાખું છુ ં કે તું આ બધું સમજશે અને ગુસ્સો નહીં કરે . વધુ શું લખું? તારો, મોહનદાસ. આ પછી કસ્તૂરબાની સ્થિતિ કંઈક સુધરી, પણ સુધારો લાંબો ટક્યો નહીં. જ ેલમાંથી છૂટી બાપુ તરત જ ફિનિક્સ આવ્યા ત્યારે કસ્તૂરબા ખૂબ અશક્ત અને થાકેલાં જણાતાં હતાં. જાણે પ્રાણહીન ખોળિયું બાપુને આઘાત લાગ્યો. તેમણે બાને ખૂબ સમજાવ્યાં અને મેડિકલ તપાસ માટે તૈયાર કર્યાં. જાન્યુઆરીની શરૂઆતમાં બાપુ બાને ડરબન

લઈ ગયા અને ત્યાં પારસી ડૉક્ટર નાનજીની સારવાર નીચે મૂક્યાં. તેમણે બાને માંસનો સેરવો આપવાની જરૂર જોઈ, બાએ તેનો સાફ ઇનકાર કર્યો, ડૉક્ટરના વિરોધ છતાં બાપુ બાને ગોદમાં સુવાડી રિક્ષામાં સ્ટેશન સુધી લઈ ગયા, બાને ઊંચકીને લાંબુ પ્લૅટફૉર્મ ઓળંગી ટ્રેનમાં સુવાડ્યાં અને ફિનિક્સ લઈ ગયા. માટીના ઉપચાર અને બાપુની પરિચર્યાથી બાની તબિયત સુધરવા માંડી. એક દિવસ એક સ્વામીજી ફિનિક્સ આવી ચડ્યા. કસ્તૂરબા પ્રત્યેની સહાનુભૂતિથી પ્રેરાઈને તેમણે બાપુ, મણિલાલ અને રામદાસની હાજરીમાં દલીલો કરવા માંડી અને ધર્મશાસ્ત્રનાં પ્રમાણો ટાંકીને આપત્તિના સમયે માંસ ખાવામાં વાંધો નહીં, તેવું જોરશોરથી જાહે ર કર્યું. બાપુ પણ પાછા પડે તેવા નહોતા. તેમણે શાકાહારના સમર્થનમાં દલીલો કરવા માંડી. ચર્ચા એવી જામી કે તેનો કોઈ અંત દેખાતો ન હતો. છેવટે બા ઊઠ્યાં, ‘સ્વામીજી, તમે જ ે કહો તે ખરું. પણ મારે માંસ ખાઈને સાજા થવું નથી. તમારે મારા પતિ અને પુત્રો સાથે જ ે દલીલો કરવી હોય તે કરો, પણ મારું માથું ન દુખાડો તો તમારો પાડ.’ બા-બાપુના સહજીવનની આ એક નાની શી ઝલક પુલકિત કરે તેવી નથી? Email : sonalparikh1000@gmail.com 

મારું શુભતર અર્ધાંગ અમે અસાધારણ દંપતી હતાં. 1906માં એકબીજાની સંમતિ પછી અને અજાણી અજમાયશ પછી અમે આત્મસંયમનો નિયમ નિશ્ચિત રૂપે સ્વીકાર્યો. આને પરિણામે અમારી ગાંઠ પહે લાં કદી નહોતી એવી દૃઢ બની તેથી મને ભારે આનંદ થયો. અમે બે ભિન્ન વ્યક્તિ મટી ગયાં. મારી એવી ઇચ્છા નહીં છતાં તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે સાચે જ મારું શુભતર અર્ધાંગ બન્યાં. તે હમેશાં બહુ મજબૂત ઇચ્છાશક્તિવાળી સ્ત્રી હતાં, જ ેને નવપરિણીત દશામાં હં ુ ભૂલથી હઠીલાં ગણી કાઢતો. પણ મજબૂત ઇચ્છાશક્તિને લીધે તે અજાણમાં જ અહિં સક અસહકારની કળાના આચરણમાં મારાં ગુરુ બન્યાં. [કસ્તૂરબાના અવસાન બાદ ગાંધીજીએ લૉર્ડે વેવૅલને લખેલા પત્રનાં અંશ] 370

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


વ્યંગ્યચિત્રોમાં ગાંધી : રાજઘાટ પર ગાંધી બીરે ન કોઠારી

જ ેને હૈ યે સદાય આમમાણસ વસેલો હતો એવા તેલંગ સિવાય કોઈ કાર્ટૂનિસ્ટના ધ્યાનમાં આવ્યો ગાંધીજીની સમાધિનું નામ ‘રાજઘાટ’ હોય એ પણ એક યોગાનુયોગ છે. ગાંધીજી સાદગીને જીવનપર્યંત અપનાવી, પણ તેમની સ્મૃતિમાં બનેલા રાજઘાટને ભવ્ય બનાવવાની પૂરતી કાળજી લેવામાં આવી. કેમ કે, આખરે એ રાષ્ટ્રપિતાની સમાધિ હતી. આ આખા વિસ્તારમાં વિવિધ વડાપ્રધાનોની સમાધિઓ આવેલી છે, જ ેને દિલ્હીના કેટલાક ટેક્સીવાળા મજાકમાં ‘સમશાનઘાટ’ તરીકે ઓળખે છે. અલબત્ત, રાજઘાટનું મહત્ત્વ પહે લેથી વિશેષ અને આગવું રહ્યું છે. વિદેશના કોઈ પણ મહાનુભાવનું ભારતમાં આગમન થાય એટલે તેમની ઇચ્છા આ સ્થળનાં દર્શન કરવાની હોય એ સ્વાભાવિક છે. પછી એમ પણ બને કે તેમની ઇચ્છા હોય કે ન હોય, આ સ્થળની મુલાકાત એક વિધિનો ભાગ બની જાય. આ સિવાય દેશના મહાનુભાવો માટે અહીંની મુલાકાત લેવા માટે વર્ષના બે દિવસ નક્કી જ હોય 30 જાન્યુઆરીએ આવતો ગાંધી નિર્વાણ દિન અને 2 ઑક્ટોબરે આવતી ગાંધીજયંતી. દેશમાં અને વિદેશમાં ત્રાસવાદનો વ્યાપ વિસ્તર્યો તેને પગલે સુરક્ષા તેમ જ સલામતીના પ્રશ્નો વધ્યા. રાજઘાટ પર ગાંધીજીને અંજલિ અર્પવા માટે અવારનવાર આવનારા વી.આઇ.પી.ની સુરક્ષા અનિવાર્ય પરિબળ બન્.યું આવી અનેક પરિસ્થિતિઓને લઈને ઊભા થતા સંજોગો અને ખાસ તો વિરોધાભાસ કાર્ટૂનિસ્ટોને ન આકર્ષે તો જ નવાઈ. અહીં એવાં કાર્ટૂનો જોઈએ કે જ ેમાં રાજઘાટ પર ગાંધીજી દર્શાવવામાં આવ્યા હોય. નોંધપાત્ર બાબત એ છે કે, આ વિષયને કાર્ટૂનિસ્ટ સુધીર

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

નથી. તેને કારણે અહીં મુકાયેલાં બધાં કાર્ટૂન સુધીર તેલંગનાં જ છે. એ પણ યોગાનુયોગ ગણવો રહ્યો કે, આ કાર્ટૂનોમાં જ્યાં પણ વડાપ્રધાનો દર્શાવવામાં આવ્યા છે એ બધા કૉંગ્રેસી વડાપ્રધાનો છે. મૃત્યુ પછી ગાંધીજીનું સત્તાવાર રહે ઠાણ રાજઘાટ છે એ ધારી લેવાયું છે. આ સ્થિતિમાં અહીં આવતા વિવિધ લોકો સાથે ગાંધીજીની કે ગાંધીજી સાથે લોકોની પ્રતિક્રિયાઓ જોઈએ.

ગાંધીજીએ અજમાવેલાં વિવિધ શસ્ત્રોમાંનું સૌથી અસરકારક અને અનુકરણીય શસ્ત્ર ઉપવાસનું હતું. ‘ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ’ અથવા ‘પ્રતીક ઉપવાસ’નું શસ્ત્ર કઈ હદે વપરાઈને બુઠ્ઠું થઈ ગયું છે એ કહે વાની ભાગ્યે જ જરૂર છે. આ કાર્ટૂનમાં ગાંધીજીની ઝપટે રાજીવ ગાંધી ચડ્યા છે. રાષ્ટ્રીય એકતા માટે રાજઘાટ પર બાર કલાકના ઉપવાસ કરવાની તેમણે ઘોષણા કરી હતી, જ ે કેવળ એક ગતકડુ ં ગણાવી શકાય 371


એવું હતું. આ કાર્ટૂનમાં રાજીવ ગાંધીની સાથે તેમના વફાદાર હરકિશનલાલ ભગત પણ દેખાય છે, જ ેમણે ‘રાજીવ ગાંધી ઝિંદાબાદ’નું પાટિયું પકડ્યું છે. ભગત બે જ ગાંધીને ઓળખે છે. પહે લાં ઇન્દિરા ગાંધી અને પછી રાજીવ ગાંધી. પણ રાજીવ ગાંધીને આમ અકાળે - અન્ય દિવસે આવેલા જોઈને રાજઘાટ પર બેઠલ ે ા ગાંધીજી નવાઈ પામી જાય છે અને પૂછ ે છે, ‘આજ ે નથી 30 જાન્યુઆરી કે બીજી ઑક્ટોબર. છતાં તું કેમ આવ્યો છે?’ રાજીવ ગાંધીએ સાદગીના પ્રતીકરૂપે કેવળ ખુલ્લા પગ રાખ્યા છે. એ સિવાય તેમનાં મોંઘાં વિદેશી ગ્લાસ અને કપડાં ગાંધીજીનાં વસ્ત્રો સાથે સાવ વિરોધાભાસ રચે છે.

વિવિધ મહાનુભાવોના સતત આગમનને લઈને રાજઘાટ સુરક્ષાકર્મીઓનું પણ થાણું બની રહે એ સ્વાભાવિક છે. સુરક્ષાકર્મીઓ બિચારા પોતાની ફરજથી બંધાયેલા હોય. સ્થળ કોઈ પણ હોય, તેમણે એક જ ફરજ બજાવવાની હોય અને તે એ કે ‘સુરક્ષા’નાં કારણોસર એ સ્થળેથી સૌને હટાવવા. એ ‘સૌ’માં ખુદ ગાંધીજીનો પણ વારો ચડી જાય. આ કાર્ટૂનમાં ગાંધીજી સુરક્ષાકર્મીને કહે છે, 372

‘સુરક્ષાનાં કારણોસર (મને હટવાનું કહો છો)? અરે , હં ુ અહીં જ રહં ુ છુ .ં ’ કાર્ટૂનિસ્ટે અહીં સુરક્ષાકર્મીનો જોશ બતાવ્યો છે એમ તેની હે લ્મેટને પણ આંખ ઊતરી આવેલી બતાવી છે, જ ે આદેશના અમલ સિવાય બીજુ ં કશું જોઈ શકતી નથી. ગાંધીજીનો ગભરાયેલો ચહે રો પણ સુરક્ષાકર્મીની કડકાઈને વધુ ઉજાગર કરે છે.

આ કાર્ટૂનમાં પણ આ જ વાત કહે વાઈ છે, પણ આ વખતે સુરક્ષાકર્મી ભારતીય નથી, અમેરિકન છે. અમેરિકન પ્રમુખની કોઈ પણ સ્થળની મુલાકાત અગાઉ અમેરિકન સિક્રેટ સર્વિસના એજન્ટો જ ે-તે સ્થળને તપાસી જાય છે અને તેને ખાલી કરાવે છે. ઠસ્સાદાર અને કરડા દેખાવવાળા આ ગનધારી એજન્ટો ગાંધીજીની વાત સાંભળે છે, પણ કહે છે, ‘ભલે તમે અહીં રહે તા હો, પણ તમારે આ સ્થળ ‘સુરક્ષા’નાં કારણોસર ખાલી કરવું પડશે.’ વિદેશી શાસન સામે કોઈ શસ્ત્ર કે સુરક્ષાની પરવા કર્યા વિના ઝઝૂમતા રહે લા ગાંધીજીની સમાધિનાં દર્શને આવનારને સુરક્ષાની ફિકર હોય એ ગાંધીજી સમજી શકતા નથી અને તેથી એમના ચહે રા પર ભાગ્યે જ જોવા મળે એવા અકળામણના ભાવ બતાવવામાં આવ્યા છે. [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


નરસિંહરાવના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં ઉદારીકરણની નીતિનો અમલ શરૂ થયો. તેને પગલે અનેક નવા શબ્દો ચલણી બન્યા. આઇ.એમ.એફ. (ઇન્ટરનેશનલ મોનેટરી ફં ડ), વર્લ્ડ બૅન્ક જ ેવી સંસ્થાઓનાં નામ અખબારોમાં રોજ ેરોજ દેખા દેવા માંડ્યા. દેશની તિજોરીએ પણ કદાચ નવું તળિયું જોયું. આ સંજોગોમાં રાજઘાટ પર ગાંધીજીને પુષ્પમાળા અર્પણ કરવા માટે ગયેલા વડાપ્રધાન બબ્બે ફૂલડાં અર્પણ કરતાં કહે છે, ‘બાપુ, આ આઇ.એમ. એફ. વતી, આ વર્લ્ડ બૅન્ક વતી, અને આ ….’ સાર એટલો કે દેશની તિજોરી ખાલી થઈ ગઈ છે, એટલે જ ે કઈ ખર્ચાઈ રહ્યું છે એ કોઈકની સહાય જ સમજવી. રાજઘાટ પર ગાંધીજીનાં અન્ય કાર્ટૂનોમાં સામાન્ય રીતે ગાંધીજીને બેઠલ ે ા બતાવાયા છે, જ્યારે આ કાર્ટૂનમાં તેઓ ચરખો કાંતી રહ્યા છે. સ્વાવલંબનના પ્રતીકસમા ચરખાની સામે કાર્ટૂનિસ્ટે વિદેશી સહાય મેળવતા વડાપ્રધાન બતાવીને વિરોધાભાસને સ્પષ્ટ કર્યો હોય એમ જણાય છે.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

બધું બરાબર, પણ એ હકીકત હતી કે સુધીર તેલંગના સૌથી પ્રિય વડાપ્રધાન મનમોહનસિંહ હતા. તેમણે પ્રકાશિત કરે લા પુસ્તક નો, પ્રાઇમ મિનિસ્ટરમાં માત્ર ને માત્ર મનમોહનસિંહ પર બનાવાયેલાં જ કાર્ટૂનોનું સંકલન હતું. આ બંને કાર્ટૂનો એ પુસ્તકમાંથી લીધાં છે. પોતાની અંગત છબી સ્વચ્છ હોવા છતાં મનમોહનસિંહના કાર્યકાળમાં અનેક અને અભૂતપૂર્વ કૌભાંડો બહાર આવ્યાં. એ બધાં સામે તેમની એક જ પ્રતિક્રિયા હતી મૌન. સ્વિસ બૅન્કના ખાતેદારોનાં નામો આવ્યાં ત્યારે રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપવા ગયેલા સિંહસાહે બ બાપુને પોતાની મજબૂરી જણાવતાં કહે છે, ‘એમનાં નામ જાહે ર નહીં કરી શકાય, બાપુ! એમ કરવાથી આંતરરાષ્ટ્રીય કાનૂનનો ભંગ થશે.’ બાપુ સાથેની વાતમાં કાનૂનભંગની વાત કરીએ તો એ સમજશે એવું કદાચ સામેવાળા માનતા હોય. સિંહસાહે બની આ મુલાકાત વખતે બાપુ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ વાંચી રહ્યા છે અને ‘સત્ય’નો આ એકરાર સાંભળીને તેમના ચહે રા પર મૂંઝવણના ભાવ દેખાડાયા છે. મનમોહનસિંહના હાથમાં સ્વિસ બૅન્કના ગુપ્ત ખાતેદારોનાં ખાતાંની વિગતોનો ચોપડો છે. અનિશ્ચિત મુદતના ઉપવાસ ગાંધીજીનું અમોઘ શસ્ત્ર હતું. તેમણે તેનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો અને દેશમાંથી વિદેશી શાસનનો અંત લાવવામાં તેનું પ્રદાન મહત્ત્વનું બની રહ્યું. પણ પોતાના અવસાન પછી દેશની સ્થિતિ જોઈને ગાંધીજીને અનેક વાર વિરોધ પ્રદર્શિત કરવા માટે આ શાસ્ત્રનો ઉપયોગ કરવાનું મન થઈ આવ્યું હશે. સંભવત: મનમોહનસિંહના કાર્યકાળ દરમિયાન બહાર આવેલાં કૌભાંડોના વિરોધમાં તેઓ અનિશ્ચિત મુદતના ઉપવાસ પર બેઠા હશે. આ સમયે મનમોહનસિંહ તેમ જ પી. ચિદમ્બરમ 373


તેમને કાયદો બતાવતાં ચેતવે છે અને કહે છે, ‘એ દિવસો અલગ હતા, બાપુ! હવે આપણે સ્વતંત્ર દેશ છીએ. શાંતિપૂર્વક ઉપવાસ કરવા ગેરકાનૂની છે.’

દુઃખી થવાને બદલે રાજી થઈને કહે છે, ‘બહુ સરસ! હવે હં ુ કશું જોઈ શકતો નથી.’ બીજી રીતે કહીએ તો ‘દેખવુંય નહીં ને દાઝવુંય નહીં’ની સ્થિતિને કારણે તેઓ ખુશ થઈ ગયા છે. અહીં જોવા જ ેવું એ છે કે, આ સિવાયનાં તમામ કાર્ટૂનોમાં ગાંધીજી મૂંઝાયેલા, ગુસ્સે થયેલા કે ગૂંચવાયેલા બતાવાયા છે, જ્યારે આ કાર્ટૂનમાં તેઓ ખુશખુશાલ દેખાય છે.

આ સાંભળીને ગાંધીજીને કેવો આઘાત લાગ્યો હશે એ કાર્ટૂનમાં જોઈ શકાય છે. મનમોહનસિંહના મુખભાવ હં મેશ મુજબ સ્થિતપ્રજ્ઞ જ ેવા જ છે, જ્યારે ચિદમ્બરમના ચહે રા પર હાસ્ય જણાય છે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ અણ્ણા હજારે નું આંદોલન અને તેનો ફિયાસ્કો બહુ વિશિષ્ટ ઘટનાઓ છે. ગાંધીજી પોતે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન આદરીને બેઠલ ે ા બતાવાયા છે. અણ્ણા પોતાના અનુભવને આધારે બાપુને ચેતવતા હોય એમ લાગે છે, જ ેના પ્રતિભાવમાં બાપુ કહે છે, ‘એટલે કે ડી.ડી.એ. તરફથી ગમે ત્યારે મને ખાલી કરવાની નોટિસ મળશે એમ?’ અહીં સુધીર તેલંગે અણ્ણાના ચહે રા પર એક અનુભવીનું સ્મિત અને બાપુના ચહે રા પર નવા નિશાળિયા જ ેવા ભાવ દર્શાવીને કમાલ કરી છે. ઉલ્લેખનીય છે કે, અણ્ણાને સૌ આધુનિક ગાંધી માનતા હતા.

ગોળ ફ્રેમવાળા ચશ્મા ગાંધીજીની ઓળખસમા હતા. અનેક સંગ્રહાલયોમાં તે સંઘરાયેલા હશે. પણ 2011માં વર્ધાના સેવાગ્રામ આશ્રમમાંથી તે ચોરાઈ ગયા હતા. આ સમાચાર પર આધારિત કાર્ટૂન અનેક કાર્ટૂનિસ્ટોએ ચીતર્યાં હતાં. દેશભરમાં બની રહે લી બળાત્કાર, લૂંટ, હત્યા, ભૂખમરો, અત્યાચાર જ ેવી ઘટનાઓથી ગાંધીજી વ્યથિત છે. આવા સમયમાં પોતાના ચશ્મા ચોરાઈ જાય ત્યારે તેઓ

[સૌ.webgurjari.in] E-mail :bakothari@gmail.com 

374

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહેલાં ચંદુલાલ ભગુભાઈ દલાલ ગાંધીજીની દિવસકાળની પ્રવૃત્તિ જોતાં એટલું તો કહી શકાય કે, તેમના જાહે રજીવનમાં જૂ જ જ અંતરાય આવ્યા હશે; અને આ અંતરાય વ્યક્તિગત કારણસર તો જવલ્લે જ આવ્યો હોય. ગાંધીજીના જીવનકાળમાં જવલ્લે જ નોંધી શકાય તેવો આ કાળ હતો, જ ેમાં તેમની ગંભીર માંદગીના કારણે તેમની તમામ પ્રવૃત્તિને અવકાશ આપવો પડ્યો હતો. પંચાગ પ્રમાણે ઑક્ટોબરની પ્રથમ તારીખે પચાસમા વર્ષમાં પ્રવેશેલા ગાંધીજીની તબિયત એટલી બગડે છે કે, હરિલાલ અને દેવદાસને તાર કરીને બોલાવવામાં આવે છે. માંદગીનો આ દોર લાંબો ચાલે છે અને બે અઠવાડિયાં બાદ તેઓ ૧૧ ઑક્ટોબર રેં ટિયો શોધનાર ગંગાબહે ન મજમુદારને પત્ર લખી શકે છે. અને તેમાં તેઓ લખે છે કે, “હજી પથારીવશ છુ ,ં ઘણા દિવસ રહે વું પડશે.” ત્યાર પછી પણ દસ દિવસના અંતરે દક્ષિણ આફ્રિકાના સાથી અહમદ મહમદ કાછલિયાના મૃત્યુના સમાચાર આવે છે ત્યારે તેઓ અખબારો જોગ પત્ર લખે છે. આ પત્રમાં પણ નાજુ ક તબિયતનો ઉલ્લેખ છે, પણ કાછલિયાના મૃત્યુ વિશે સંદેશો મોકલ્યા વિના ન રહે વાયું, તેમ પણ લખે છે. ઑક્ટોબર માસમાં કુ લ મળીને પાંચ જ પત્ર ગાંધીજી લખે-લખાવે છે. સામાન્ય દિવસોના પ્રમાણમાં પત્રોની આ સરે રાશ ખૂબ ઓછી છે. નવેમ્બર માસ પણ આ જ રીતે નરમ તબિયત વચ્ચે પસાર થાય છે. આ બે માસમાં ગાંધીજી શરીરની અશક્તિ અંગે જ ે અનુભવ્યું તે હરિલાલને લખેલા પત્રમાં ટાંકે છે : “આપણે કેટલા તુચ્છ છીએ, કેવા રાગદ્વેષથી ભરે લા છીએ, કેવા વિકારો આપણને ડોલાવ્યા કરે છે એનો સાક્ષાત્કાર પથારીમાં પડ્યો હં ુ હં મેશા કર્યા કરું છુ .ં ઘણી વખત મારા મનની હલકાઈની મને શરમ આવે છે. ઘણી વખત મારા શરીરના લાડથી હં ુ નિરાશ થઈ આ શરીરની કેવળ સમાપ્તિ ઇચ્છું છુ .ં ”

ઑક્ટોબર - નવેમ્બર, ૧૯૧૮ ઑક્ટોબર

નવેમ્બર

૧ અમદાવાદ : મધરાત્રે તબિયત બહુ બગડી; હૃદય ઉપર અસર; ધબકારા અનિયમિત; અંતકાળ નજીક આવ્યો છે એમ માની બધાં આશ્રમવાસીઓને બોલાવ્યાં; હરિલાલ તથા દેવદાસને તાર કરી બોલાવ્યા. ૨ અમદાવાદ : તબિયત સહે જ સુધારા ઉપર; હરિલાલ તથા દેવદાસને પત્રો લખાવ્યા. ૩થી ૪ અમદાવાદ : તબિયત બહુ ખરાબ. ૫ અમદાવાદ : એ જ; મૅલિન્સ ફૂડ લીધું. ૬થી ૩૧1 અમદાવાદ : માંદગી ચાલુ.

૧થી ૧૩ અમદાવાદ : માંદગી ચાલુ. ૧૪ અમદાવાદ : તબિયત નરમ. સાંજ ે સાડા પાંચ વાગ્યે, પાંચકૂ વા પાસે, દાદાભાઈ નવરોજી પુસ્તકાલયના મકાન પાસે ગુજરાત સ્વદેશી સ્ટોર્સ લિ.નું ઉદ્ઘાટન ગાંધીજીના હસ્તે થવાનું હતું; પરં તુ તબિયત સારી નહીં હોવાથી એ જઈ ન શક્યા અને સંદેશો મોકલ્યો; જ ે દેવદાસે વાંચ્યો. ૧૫થી ૩૦ અમદાવાદ.

થયું હતું. (૨) તા. ૨૫ પહે લાં ગાંધીજીના દ. આ.ના સાથી અહમદ મહમંદ કાછલિયાનું અવસાન થયું હતું.

1. (૧) તા. ૩૧ પહે લાં હરિલાલનાં પત્ની ગુલાબનું અવસાન

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

375


નવજીવનનાં નવાં પ્રકાશનો પાંચ પ્રેરક જીવનચરિત્રોને રજૂ કરતું પુસ્તક આતમનાં અજવાળાં • લે. મુકુલ કલાર્થી મુકુલભાઈ કલાર્થીએ ગુજરાતી સાહિત્યક્ષેત્રે પોતાની કલમથી જીવનચરિત્રો, જીવનપ્રસંગો, જીવનઘડતરનાં પુસ્તકો, પ્રેરણાત્મક સાહિત્ય તથા બાળસાહિત્યનાં ઉત્તમ પ્રકાશનોનું સર્જન કર્યું છે. પાંચ પ્રેરક જીવનચરિત્રો ધરાવતાં પુસ્તક આતમનાં અજવાળાં તેમાંનું જ એક મોતી છે. આ પુસ્તકમાં જ ે પાંચ મહાનુભાવોનાં જીવન લઘુસ્વરૂપે લખાયાં છે, તેમાં એક છે લોકમાન્ય ટિળક. સ્વરાજનો મંત્ર જ ેટલે દરજ્જે તેમણે જપ્યો તેટલે દરજ્જે બીજા કોઈએ નથી જપ્યો. સ્વરાજ મેળવવાની પોતાની અધીરાઈનો ચેપ તેમણે પ્રજાને લગાડ્યો. મુકુલભાઈએ એ જ રીતે સરળતા અને નમ્રતાની મૂર્તિ સમા, સ્વતંત્ર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજ ેન્દ્રપ્રસાદનું જીવન પણ આ પુસ્તકમાં રસપ્રદ રીતે આલેખ્યું છે. સ્વામી વિવેકાનંદનું જીવન હરહં મેશ પ્રેરણાદાયી રહ્યું છે અને માનવસેવાની ભેખ ધરનારા સ્વામી વિવેકાનંદનાં જીવનને આ પુસ્તકમાં લઘુસ્વરૂપે રજૂ કરીને વિવેકાનંદનાં જીવનની જાણવાલાયક વિગતોને મુકુલભાઈએ આપણી સમક્ષ મૂકી આપી છે. આ ઉપરાંત પાલિ ભાષાના પ્રખર પંડિત ધર્માનંદ કોસંબીજી અને માનવપ્રેમ, પરોપકાર, સેવાભાવના સરોહર જયશંકર પીતાબંરદાસ ત્રિવેદીનાં જીવનની ઝલક પણ આ પુસ્તકમાં મળે છે. [ફોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇન્ડિંગ, સાઇઝ 5.5 × 8.5, પાનાં 128, રૂ. 100] ક્ષણભંગુર જીવનનાં અસત્યને અને શાશ્વત જીવનનાં સત્યને સમજાવતું પુસ્તક સૉક્રેટિક ડાયલૉગ્ઝ

• લે. પ્લેટો, ભાષાંતર : ચિતરં જન વોરા

પ્લેટોએ લખેલા આ ચાર વાર્તાલાપમાં સૉક્રેટિસનાં જીવનની ઝલક છે. તેમાં પ્લેટોને સહજસિદ્ધ સર્જક-કલાનાં સામર્થ્યથી સૉક્રેટિસની જીવંત અને આદર્શરૂપ ગણાય તેવી મહાન પ્રતિભાનું યથોચિત નિરૂપણ પણ થયું છે. જોકે પહે લા ત્રણ વાર્તાલાપમાં સૉક્રેટિસની વાણીના શબ્દેશબ્દનો અહે વાલ ક્યાંક ચુકાયો પણ હોય; તેમ છતાં, તેમાં સૉક્રેટિસનાં નિરાડંબર વ્યક્તિત્વની ભવ્યતાનું વાચકને સચોટ આકલન થાય છે, એમાં શંકા નથી. સૉક્રેટિસના પ્રશ્નો, એમની પ્રખર બૌદ્ધિક તર્ક-પદ્ધતિ, ચર્ચામાં એમની ખંડન અને પ્રસ્થાપનાની પારદર્શક રીત તેમ જ એમની નૈતિકતા માટે રસમય શોધમાં લઈ જતી અદભુત સંવાદ-કલા તથા તેમની વક્રોક્તિ અને સંસ્કારિતા; બધું જ બતાવે છે કે સૉક્રેટિસ કેવા હતા! જ્યારે , બીજી બાજુ , છેલ્લા વાર્તાલાપ ‘ફીડો’માં આપણે ઇતિહાસ–પુરુષ સૉક્રેટિસનું ઊર્ધ્વીકરણ પામેલું રૂપાંતર જોઈએ છીએ, તેમાં એક આદર્શ તત્ત્વજ્ઞાની તરીકે એ દેખાય છે. પ્લેટોના મનમાં વિકાસ પામેલા સૉક્રેટિસના આદર્શવાદ કે અધ્યાત્મવાદી તત્ત્વજ્ઞાનના વિચારનું જ તેમાં એક વિશિષ્ટ પ્રતિનિધિત્વ જોવા મળે છે. [પ્રસ્તાવનામાંથી] [ફોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇન્ડિંગ, સાઇઝ 5.5 × 8.5, પાનાં 168, રૂ. 200]

376

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ખરો વિકાસ કોને કહે વાય તેની સ્પષ્ટતા કરતું પુસ્તક દેશ : દર્શન અને માર્ગદર્શન • લે. ધીરુભાઈ મહે તા, સંપાદન : અપૂર્વ દવે જવાહરલાલજીને આધુનિક ભારત જોઈતું હતું અને સરદાર પટેલને મજબૂત ભારત જોઈતું હતું; કોઈને પણ ગાંધીજીના સ્વપ્નનું ભારત નહોતું જોઈતું, આ દેશની પૂર્ણ વિશ્વમાં જ ે આબરૂ છે એ ‘પોતડીધારી ફકીર’ અને તેણે કહે લી વાતો માટે છે, ગાંધીજી આજ ે પ્રસ્તુત છે કે નહીં એ સવાલ નથી, સવાલ એ છે કે એમને રસ્તે ચાલવાની આપણી તૈયારી કેટલી છે? આવાં આ પુસ્તકમાંના વિધાનો અને તેમાંની બીજી કેટલીય વાતો ક્યાંક સંદર્ભ બને એવાં છે તો ક્યાંક પ્રેરણા અને ક્યાંક અભ્યાસનો વિષય બને એવાં છે. ટૂ કંમાં, આ પુસ્તકના પાને પાને એક સ્પષ્ટ વક્તાના વિચારો ઝળકે છે. [અપૂર્વ દવે લિખિત પુસ્તકની પ્રસ્તાવનામાંથી] [ફોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇન્ડિંગ, સાઇઝ 5.5 × 8.5, પાનાં 138, રૂ. 175]]

વિરલ વિભૂતિઓના વિચારો-કાર્યોને રજૂ કરતું પુસ્તક ગાંધીજન તો એને રે કહિયે… • લે. ધીરુભાઈ મહે તા, સંપાદન : અપૂર્વ દવે

ગાંધીજીની નિકટ રહે લા તથા તેમના વિચારોને જીવનમાં વણી લેનારા અનેક લોકો જોવા મળશે, ...ધીરુભાઈ પણ એ જ સંગતમાં રહે નારી વ્યક્તિ છે. તેમણે પણ ગાંધીવિચારોને જીવનના મૂળ મંત્રો બનાવ્યા છે. આ એવા લેખો છે, જ ે લખવાનું કોઈએ કહ્યું ન હતું, પરં તુ વખતોવખત એ વિરલ વિભૂતિઓના વિચારો-કાર્યોની પ્રસ્તુતતા વર્તાઈ ત્યારે હૃદયમાંથી ઊભરે લી ધીરુભાઈની લાગણીઓનું એ શબ્દસ્વરૂપ છે. પુસ્તકમાં ગાંધીજી અને તેમનો પરિવાર તથા કસ્તૂરબા ગાંધીના નામે રચાયેલી સંસ્થાઓના કાર્યની ઝલક પણ આવે છે, કારણ કે ગાંધીજીને વ્યક્તિ તરીકે મૂલવીએ ત્યારે તેમનાં કાર્યોની વાત આવ્યા વગર રહે નહીં. જ ેવું બોલ્યા એવું ચાલ્યા એ સંત હતા. ગાંધીજી ફક્ત આઝાદી અપાવીને ચાલ્યા ગયા નથી, તેમણે આઝાદ ભારતને કેવી દેન આપી છે, તેમના કારણે લોકોનાં જીવન કેવાં બદલાયાં અને તેને લીધે એ લોકોએ અન્યોનાં જીવનને સુધારવા માટે કયાં કયાં કાર્યો કર્યાં તેની વાતો દરે ક વાચકને સમૃદ્ધ કરશે. [અપૂર્વ દવે લિખિત પુસ્તકની પ્રસ્તાવનામાંથી] [ફોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇન્ડિંગ, સાઇઝ 5.5 × 8.5, પાનાં 112, રૂ. 125]

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

નવેમ્બર – ડિસેમ્બર, ૨૦૧૮ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી કાંતિભાઈ પૂ. પારઘી, પ્રકાશન વિભાગ, • શ્રી હરિશભાઈ લ. કોષ્ટી, હિસાબ વિભાગ, શ્રી નરે શભાઈ કાં રાણા, પ્રકાશન વિભાગ,

•  ૧૮ – ૧૧ – ’૬૨

શ્રી સુનીલભાઈ ચં. ઉપાધ્યાય, પ્રકાશન વિભાગ, ૧૦ – ૧૨ – ’૫૭ શ્રી અશોક દ. ભાવસાર, બાઇન્ડિંગ વિભાગ, •  ૨૧ – ૧૨ – ’૫૮

•  ૦૭ – ૧૨ – ’૬૧

શ્રી પ્રવીણભાઈ અ. પરમાર, પ્રકાશન વિભાગ, •  ૩૧ – ૧૨ – ’૫૯

જ. તા.  ૯ – ૧૧ – ૧૯૫૬

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮]

377


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત

વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

378

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ôÜÓ¹ÜÓ†åÆÜüå ê Ü ‘ ôÜÏÜÝÆÜÚ´Ü ¢íÜÃÜ ÝíÜïÜÜì ôÜعÍÜÚÏÜÜØ ¡å‰†å ´ÜÜå ÄÜÜØÁÜß, ÃÜå÷Óà †ÃÜå ÆÜüåêÜÃÜÜ ÆÜÂÑÜÜôÜÜåÃÜÜ ‘ÜÓ±Üå †Ü”Ü¹ ÍÜÜÓ´Ü ô³ÜÆÜÜÑÜàØ †ÃÜå ïÜÞø´ÜíÜØ´Ü ËÜÃÑÜàØ. ÄÜÜØÁÜßÃÜß ËÜÜËÜ´ÜÏÜÜØ ÉÓè †¹Ü ‘ÓíÜÜ ÆÜâÓ´ÜÜå †ÃÜå ÃÜå÷ÓàÃÜß ËÜÜËÜ´ÜÏÜÜØ ÆÜâÓ´ÜÜ ÆÜÂÏÜܱÜÏÜÜØ †Ü ÷‘ß‘´ÜÜåÃÜÜå ôíÜß‘ÜÓ ‘Óß êÜåíÜÜÏÜÜØ †ÜíÜå “å, ÆÜ±Ü ôÜÓ¹ÜÓ ÆÜüåêÜÃÜå †Ü ôíÜß‘äÝ´Ü †Ý´ÜïÜÑÜ ÏÜÑÜÜÚݹ´Ü ÆÜÂÏÜܱÜÏÜÜØ ÏÜìß “å. ôÜØ™ÜÆÜÂÏÜàƒÜ ÓÜèåúÆÜÂôÜܹå ôÜÃÜ 1959ÃÜÜ ÏÜå ÏÜÜôÜÃÜß 13 ´ÜÜÓ߃Üå ÆÜÜå´ÜÜÃÜß ²ÜÑÜÓßÏÜÜØ ÃÜÜÇÁÑÜàØ “å ´ÜåÏÜ ``èåÃÜÜ ÝíÜïÜå ÝíÜœÜÜÓ ‘Óß ïÜ‘ÜÑÜ †ÃÜå íÜÜ´Ü ‘Óß ïÜ‘ÜÑÜ ´ÜåíÜàØ ÍÜÜÓ´Ü †Ýô´Ü´íÜÏÜÜØ “å, ´ÜåÃÜÜå ÑÜïÜ ôÜÓ¹ÜÓ ÆÜüåêÜÃÜß ÏÜà´ôܼßÄÜßÓß †ÃÜå ôÜàÀ° íÜ÷ßíÜüß ‘àÃÜå÷ÃÜå ÉÜìå ¡ÑÜ “å.'' ÓÜèåúÆÜÂôÜÜ¹å ‹ÏÜåÑÜàÛ “å ``´ÜåÏÜ “´ÜÜØ †Ü ËÜÜËÜ´ÜÏÜÜØ †ÜÆܱÜå ´ÜåÏÜÃÜß ‹ÆÜåšÜÜ ‘Óß ÓûÜ “߆å.''

આવરણ – ૪થ

ી ચાલુ …

]

[હ. બં. ૧૮-૦૯-૧૯૩૮

†ÜÁÜàÝÃÜ‘ ÍÜÜÓ´ÜÃÜÜ †å‘ †Ý´ÜïÜÑÜ ÃÜÜÇÁÜÆÜÜµÜ ôÜàÆÜàµÜÃÜÜ ¢íÜÃÜ ÆÜÓ ÆÜܳÜÓíÜÜÏÜÜØ †ÜíÜåêÜÜå †Ü °ÜØ‘ÝÆÜ“Üå²Üå ´ÑÜÜÓ ÆÜ“ßÃÜÜ ‘ÜìÏÜÜØ ÆÜ±Ü øÑÜÜÓå‘ è †ÃÜå †ÆÜâÓ´ÜÜ ÆÜÂÏÜܱÜÏÜÜØ ‹«ÜíÜÜÑÜÜå “å. †Ü Æܲ¹Üå ôÜØÆÜâ±ÜÚ´Ü: ‹«ÜíÜß êÜåíÜÜå †ÃÜå ôÜÓ¹ÜÓ ÆÜüåêÜÃÜàØ ¢íÜÃÜ †ÜèÃÜß ÆÜå°ßÃÜß ÃÜèÓÏÜÜØ †Ü±ÜíÜàØ ´Üå ôܹÖÍÜÜÄÑÜ ÏÜÃÜå ôÜÜØÆܲÒàØ “å. ôÜÓ¹ÜÓÃÜß ‘³ÜÜ ÆÜâ±ÜÚ ÏÜÜÃÜíÜßÃÜß ‘³ÜÜ ÃܳÜß. ôÜÓ¹ÜÓ ÆÜüåêÜÃÜß ÏÜÑÜÜڹ܆Üå “àÆÜÜíÜß Ó܃ÜíÜÜÃÜß ÏÜÜÓß ‡œ“Ü ÃܳÜß †ÃÜå ÏÜÇ †ÜíÜÜå ÆÜÂÑÜÜôÜ ÆÜ±Ü ‘ÑÜÜåÚ ÃܳÜß. ôÜÓ¹ÜÓ ÆÜüåêÜÃÜÜ ¢íÜÃÜ †ØÄÜå ¡±Ü‘ÜÓß ÏÜåìíÑÜÜ ÆÜ“ß ³ÜÜå²Ü™Ü±ÜÜ ƒÜÓÜ êÜÜå‘ÜåÃÜå ôÜÏÜè ÆܲïÜå ‘å ôÜØèÜåÄÜÜå ôÜÜÓÜ ÷ÜåÑÜ ´ÑÜÜÓå, ôÜÓ¹ÜÓ ÆÜüåêÜÃÜå †÷ÜåÍÜÜíܳÜß ÑÜܹ ‘ÓíÜÜ ¡å‰†å †ÃÜå èÏÜÜÃÜÜå ËÜÜÓß‘ †ÃÜå ¹à:ƒÜ¹ÜÑÜß ÷ÜåÑÜ ´ÑÜÜÓå ÍÜÜÓ´ÜÃÜß ´ÜÜ‘Ü´ÜÃÜÜ ‹¹Ü÷Ó±ÜéÆÜå ´ÜåÏÜÃÜß ÑÜܹ ´ÜÜ¢ ‘ÓíÜß ÆܲïÜå. †Ü”ܹ ÍÜÜÓ´ÜÃÜÜ ÆÜ÷åêÜÜ íÜ²Ü ÆÜÂÁÜÜÃÜÃÜß ÆÜôÜعÄÜß ‘ÓíÜÜÃÜß šÜ±Üå ÏÜ÷Ü´ÏÜÜ ÄÜÜØÁÜ߆å ôÜÓ¹ÜÓ ÆÜüåêÜÃÜå †ÃÑÜÜÑÜ ‘ÑÜÜåÚ ÷´ÜÜå ‘å ÃÜ÷Î ´Üå œÜœÜÜÚ †íÜÜÓÃÜíÜÜÓ ‹ÆÜܲíÜÜÏÜÜØ †ÜíÜå “å. †Ü ËÜÜËÜ´ÜÏÜÜØ ÏÜÜÓàØ ôÜØïÜÜåÁÜÃÜ ÏÜÇ †Ü ÄÜÂسÜÏÜÜØ Óèâ ‘ÓåêÜàØ “å. ÏÜ÷Ü´ÏÜÜ¢†å †Ü ËÜÜËÜ´ÜÏÜÜØ ôÜÓ¹ÜÓ ¡å²å †ÃÑÜÜÑÜ ‘ÑÜÜåÚ “å, ´ÜåíÜàØ ‘åüêÜÜ‘ êÜÜå‘ÜåÃÜàØ ÆÜÂÝ´ÜÆÜܹÃÜ †Ü ÄÜÂØ³Ü ê܃ÜíÜÜ ÏÜÜüå ÏÜÃÜå ÆÜÂåÓ±ÜÜ †ÜÆÜÃÜÜÓ ÆÜÝÓËÜìÜåÏÜÜØÃÜàØ †å‘ ÏÜ÷¶íÜÃÜàØ ´Ü¶íÜ “å. †ÜíÜÜå †ÃÑÜÜÑÜ ³ÜÑÜÜå ÷ÜåÑÜ ´ÜÜå ÏÜ÷Ü´ÏÜÜÃÜÜ ÆÜÜæµÜ ´ÜÓß‘å ´ÜåÃÜàØ ³ÜÜå²àØ íÜì´ÜÓ œÜâ‘íÜß ¹åíÜÜÃÜàØ íÜÜèËÜß ÄܱÜÜÑÜ. †Ü ‹ÆÜÓÜØ´Ü ÆÜÜå´ÜÜÃÜÜ ÓÜóü×ÃÜÜ ™Ü²íÜæÑÜÜ ÆÜ´ÑÜåÃÜàØ ÃÜÜÄÜÝÓ‘ ¸±Ü œÜâ‘íÜíÜÜÃÜÜå ÆÜ±Ü ÏÜÇ ÆÜÂÑÜÜôÜ ‘ÑÜÜåÚ “åISBN: . 978-81-7229-098-6 [ÆÜÂô´ÜÜíÜÃÜÜÏÜÜسÜß üâØ‘ÜíÜßÃÜå]

9

૩૭૯

ÓÜèÏÜÜå÷ÃÜ ÄÜÜØÁÜß

788172

290986

_ 500


સવાલ જીવન મરણનો…

અનુસંધાન આવરણ - ૩

૩૮૦


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.