Navajivanno Akshardeh Setpember 2018

Page 1

વર્ષૹ ૦૬ અંકૹ ૦૯ સળંગ અંકૹ ૬૫ • સપ્ટેમ્બર ૨૦૧૮

છૂટક કિંમત ઃ _ ૧૫

…મનુષ્યના આત્માને એકત્ર જોડવાનો પ્રયાસ તે જ પ્રેમ, અને તે પ્રેમ જ માનવીની જિંદગીને દોરનારો ઊંચામાં ઊંચો એક જ કાયદો છે. દરેક માણસ પોતાના અંતરમાં ઊંડી ઊંડી આ લાગણી અનુભવે છે. બાળકોની અંદર આપણે તે ચોખ્ખી રીતે જોઈ શકીએ છીએ. માણસ જ્યાં સુધી દુનિયાના જૂઠા શિક્ષણમાં ફસાયેલો નથી ત્યાં સુધી તે લાગણી પારખી શકે છે. ટૉલ્સ્ટૉયે ગાંધીજીને લખેલા પત્રનો અંશ


વર્ષૹ ૦૬ અંકૹ ૦૯ સળંગ અંકૹ ૬૫ • સપ્ટેમ્બર ૨૦૧૮ છૂ ટક કિંમત ઃ _ ૧૫

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

૧. ટૉલ્સ્ટૉય વિશેષ :  ટૉલ્સ્ટૉય જીવન-પરિચય. . . . . . . . . . . . . . . . . . . ચિત્તરં જન વોરા. . . ૨૭૧  ટૉલ્સ્ટૉય–ગાંધીજી પત્રવ્યવહાર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . .૨૭૪ ૨. હિં દ સ્વરાજ : કૃ તિવિશેષ અને ભાષા . . . . . . . . . . શરીફા વીજળીવાળા. . . ૨૮૧ ૩. લોકશાહીને પ્રગતિને પંથે ચડાવવાનો પ્રયાસ. . . . . . . . . . . . . પ્યારેલાલ. . . ૨૮૭ ૪. ગાંધીદૃષ્ટિ : શિક્ષકોને …. . . . . . . . . . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી. . . ૨૯૪ ૫. ખેતીવાડીના શિક્ષક. . . . . . . . . . . . . . . . . . . . . .તેત્સુકો કુ રોયાનાગી. . . ૨૯૮

અપૂર્વ આશર

૬. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહેલાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૩૦૧

આવરણ ૧ ઢળતી ઉંમરે ટૉલ્સ્ટૉય, ૧૯૦૦

 ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… . . . . . . . . . . . .. . .૩૦૨

આવરણ ૪ જગતના ભાવિના ઘડવૈયા [હરિજનબંધુ ૦૨-૧૦-૧૯૪૯] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (3–18)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 3 એ માર્ચ મહિનો અને 18 એ 2018નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૨૭૦


ટૉલ્સ્ટૉય : જીવન-પરિચય ચિત્તરં જન વોરા

ઉંમરના વિવિધ તબક્કે ટૉલ્સ્ટૉય

મહાત્મા ટૉલ્સ્ટૉય અને ગાંધીજી આ બંને વ્યક્તિત્વનો તેમના કાળમાં એવો પ્રભાવ રહ્યો હતો કે તેમણે જ ે કંઈ કહ્યું લખ્યું તે તત્કાલિન સમાજ ે કાન દઈને ગંભીરતાથી સાંભળ્યું - વાંચ્યું છે! તેઓએ કહે લા - લખેલા શબ્દોનો મહિમા આજ ે ઘટ્યો નથી, બલકે ઓર વધ્યો છે. રશિયાના લીઓ ટૉલ્સ્ટૉય તેમના જીવનના બહુવિધ અનુભવ અને લેખનથી સદાકાળ મહાન લેખકોમાં સ્થાન પામ્યા છે, જ્યારે ગાંધીજીનું જાહે રજીવન તમામ ભૂમિકાએ અનન્ય અને પૂર્ણરૂપ રહ્યું છે. આ બંને મહાનુભાવોના જીવનકાળમાં ચાર દાયકાનું અંતર હતું. ટૉલ્સ્ટૉયનો જન્મ 1828માં થયો હતો, જ્યારે ગાંધીજીનો 1869. જોકે બન્ને વચ્ચે દેશ, સંસ્કૃતિ, ભાષા, ઉંમર જ ેવા અનેક અંતર હોવા છતાં વૈચારિક સમાનતા રચાય છે અને આ સમાનતા જન્મે છે; ગાંધીજી દ્વારા આરં ભાયેલા પત્રવ્યવહારથી. ટૉલ્સ્ટૉયને ગાંધીજીનો પ્રથમ પત્ર 1 ઑક્ટોબર, 1909ના રોજ મળે છે. ટૉલ્સ્ટૉય તેનો ઉમળકાભેર ઉત્તર પાઠવે છે અને આમ અરસપરસ સાત પત્રો લખાય છે. 9, સપ્ટેમ્બરના રોજ લીઓ ટૉલ્સ્ટૉયની 190મી જન્મજયંતી છે, ત્યારે ગાંધીજી અને તેમની વચ્ચેના એ પત્રવ્યવહારના સંપાદિત અંશ રજૂ કર્યા છે. પ્રસ્તુત પત્રો દ્વારા સહજતાથી સમજી શકાય છે કે બન્ને મહાનુભાવ રૂબરૂ મળ્યા ન હોવા છતાં તેઓ વચ્ચે કેટલી સહજ રીતે આત્મીયતા કેળવાય છે! એકબીજાના કાર્યો અને વિચારો તરફ આદર સાથે નિ:સંકોચપણે પત્રચર્ચા થાય છે. પ્રસ્તુત અંકમાં આ પત્રવ્યવહારની સાથે ચિત્તરં જન વોરા દ્વારા અનુવાદિત ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ પુસ્તકમાં આલેખાયેલાં અનુવાદકના નિવેદનમાંથી મહાત્મા ટૉલ્સ્ટૉયના જીવનનો સંપાદિત-સંક્ષિપ્ત પરિચય પણ રજૂ કર્યો છે…

…મહાત્મા લીઓ ટૉલ્સ્ટૉય પોતાના જીવનકાળમાં

પ્રતિભાશાળી વ્યક્તિ હતા. તેમનો જન્મ તા. ૯ સપ્ટેમ્બર, ૧૮૨૮એ રશિયાના એક અમીર જાગીરદાર કુ ટુબ ં માં થયો હતો. ચાર ભાઈમાં એ સૌથી નાના હતા. તેમની ઉંમરના નવમે વર્ષે માતાનો અને સોળમે વર્ષે પિતાનો સ્વર્ગવાસ થયો. ચોત્રીસમે વરસે લગ્નજીવનમાં સ્થિર થયા ત્યાં સુધી વિવિધ સંજોગોના ખડતલ અનુભવોમાંથી એમનું જીવન પસાર થયું. नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

પ્રાથમિક શિક્ષણ ઘરઆંગણે ફ્રેન્ચ અને જર્મન શિક્ષકો પાસેથી લઈને એ યુનિવર્સિટીમાં ભાષાવિદ્યા શીખવા ગયા ખરા, પણ એમાં ફાવ્યું નહીં એટલે કાયદાની શાખામાં દાખલ થયા. તેમાં પણ સંતોષકારક પ્રગતિ થઈ નહીં, કેમકે અભ્યાસ કરતાં વધુ તો મિજબાનીઓ અને મેળાવડાઓમાં જ પોતે તો મહાલતા રહે તા. ઓગણીસ વર્ષની ઉંમરે યુનિવર્સિટી છોડીને કૌટુબિ ં ક જાગીરની ખેતી સંભાળવાનું શરૂ કર્યું. તેમાં 271


સફળતા મળતી નહોતી તેથી લશ્કરમાં કામ કરતા એક મોટાભાઈને અનુસરીને લશ્કરી-સેવામાં જોડાયા. ત્યાં સરહદ પર જુ દે જુ દે સ્થળે તેમની બદલી થતી રહે તી. તેમને પછી યુરોપમાં ક્રિમિયાના યુદ્ધમાં મોકલવામાં આવ્યા. …યુવાનીના આ તબક્કે લડાઈમાં હિં સાની ક્રૂ રતા અને અધમતા, આક્રમણ કરવું અને જાતે બચવું તે સાથે સામા પક્ષના સૈનિકોની કતલ કરવી પડે તેવી હિં સા વચ્ચે રહે વું પડ્યું. તે અનુભવે યુદ્ધ અને માનવહત્યાની હિં સા સામે અને તેની નિરર્થકતા માટે તેમના અંતરાત્માને જતે દિવસે જાગૃત કરી દીધો, પ્રેમના કાયદાનું તેમને દર્શન થયું અને વધતી વયે પછી તેમની આધ્યાત્મિકતાની ખોજ ે સત્યનાં અનંત જ્ઞાનનાં આકાશમાં તેમને મૂકી આપ્યા. લશ્કરમાં જોડાયા તે પહે લાંથી જ પોતાની રોજનીશી લખવામાં તેમણે રાખેલ ચીવટ અને નિયમિતતાએ આગળ જતાં તેમનામાં રહે લી સર્જનાત્મક સાહિત્યકલાનો વિકાસ કર્યો. ક્રિમિયાના યુદ્ધ વચ્ચે પણ એમણે જીવનનાં સંસ્મરણો પર ચાઇલ્ડહૂડ અને પછી બૉયહૂડ લખ્યાં ત્યારે તેમની ઉંમર ચોવીસ વર્ષની હતી. આત્મકથાનાં આ પ્રકાશનોએ રશિયાનાં સાહિત્યજગતમાં તેની આગવી પહે ચાન પેદા કરી દીધી. તે સાથે સેવાસ્તોપોલ પુસ્તક પ્રગટ થયું. યુદ્ધ પૂરું થતાં લશ્કરી સેવામાંથી મુક્ત થઈ એ રશિયા પાછા ફર્યા, અને પછી જ ે કંઈ કમાયા હતા તે પેરિસ જઈ જુ ગારમાં હારી બેઠા. એટલે પછી પોતાની જાગીર પર યાસ્નાયા પોલ્યાના ખાતે પાછા ફર્યા. તેમની આત્મકથાનો ત્રીજો ગ્રંથ યૂથ પ્રકાશિત કર્યો અને યાસ્નાયા પોલ્યાના નામે સામયિકના બાર પૈકી પહે લો અંક પ્રકાશિત કર્યો. તેમણે હવે ૩૨ વર્ષની વયે મહાનવલ વૉર ઍન્ડ પીસનું સર્જન શરૂ કર્યું અને દરમિયાન, ૩૪ વર્ષની વયે એક ડૉક્ટરની પુત્રી સોફિયા સાથે તેમણે લગ્ન કર્યાં. તે પછી તેમના ૪૯મા વર્ષે ૧૮૬૯માં વૉર ઍન્ડ પીસ સંપૂર્ણ પ્રકાશિત 272

થતાં સાહિત્યપ્રેમીઓ અને સમાલોચકો તે વાંચીને અભિભૂત થઈ ઊઠ્યા. નેપોલિયનનાં યુદ્ધોના વાસ્તવ સાથે કાલ્પનિક પાત્રોના ઉઠાવ અને નવલકથાના વાર્તારસની ગૂંથણી વડે ઐતિહાસિક તથ્યોનાં મૌલિક પરિમાણની તેમાં અનોખી માંડણી હતી. વૉર ઍન્ડ પીસની સફળતા પછી બીજી મહાનવલ એન્ના કેરેનિના ૧૮૭૩માં લખાઈ, તે ત્રણ હપતે ૧૮૭૭માં પૂરી પ્રગટ થઈ. આ કાળે તેમની સર્જનાત્મક કલમે વિવિધ સાહિત્યસ્વરૂપોમાં એક પછી એક રચના વડે પોતાની મૌલિક છબિ અંકિત કરી. સાથે સાથે તેમની ધર્મજિજ્ઞાસા તેમને ચર્ચ તરફ દોરી ગઈ. ત્યાં તેમણે જ ે જોયું-જાણ્યું તેમાં ચર્ચની ખામીઓથી એ ચોંકી ઊઠ્યા અને ૧૮૮૩માં ત્રેસઠમા વર્ષે તેમણે મેડિએટર પુસ્તક પ્રકાશિત કર્યું. પરિણામે રશિયન ઑર્થોડૉક્સ ચર્ચે તેમને બહિષ્કૃત કર્યા એટલું જ નહીં, સરકારી જાસૂસી તંત્ર પણ તેમનો પીછો કરતું રહ્યું. મહાત્મા ટૉલ્સ્ટૉયની આધ્યાત્મિકતા પ્રત્યક્ષ જીવનમાં વાસ્તવિક પરિવર્તન વડે જ પ્રમાણિત થતી હતી. તેમને મન ધર્મ કોઈ માન્યતા પૂરતો નહીં પણ પાલન વડે પોતાના આંતરિક પરિવર્તનનો માર્ગ છે. તે મુજબ સાચી ઈશ્વરનિષ્ઠા તમામ અંગત મિલકતની માલિકીનો ત્યાગ માગે છે, એ એમને સમજાયું. તેથી તે પર અમલ કરવાના માર્ગમાં સર્વપ્રથમ ઉગ્ર વિરોધ પત્ની તરફથી થયો. તેમના સંબંધ કથળ્યા અને પોતાની સાહિત્યિક રૉયલ્ટીના અધિકાર પત્નીને આપી કંઈક સ્વસ્થતા મળતાં તેમની સર્જનાત્મક સાહિત્ય સેવા તેમની સત્યની શોધની સાથે સાથે પ્રગતિમાન રહી. નવલ ઈવાન ઈલીચ પછી ૭૦મા વર્ષે ફાધર વર્ગીયસ અને રીઝરે ક્શનની સાથે સાથે વિશાળ ફલકના જીવનલક્ષી વિષયોમાં તેમનો સર્જનપ્રવાહ ઉત્તરાવસ્થા સુધી અસ્ખલિત વહે તો રહ્યો. તેમના સાહિત્યમાં માનવજીવન અને આજના જગતને હિં સામય પશુજીવનમાંથી દિવ્યતામાં [ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


બદલવા માટેના સામાજિક પ્રયાસોનું એક અહિં સક આંદોલન, વૈશ્વિક સમસંવેદનામાં રાષ્ટ્રીય સીમાઓથી પાર, વ્યાપક બન્યું હતું; અને એ સૌના તાર મહાત્મા ટૉલ્સ્ટૉય સાથે જોડાયેલા હતા. તે તમામના પત્રવ્યવહાર તેઓ સંભાળતા અને નેવું વર્ષની જ ૈફ ઉંમરે કથળતી તબિયતની માંદગીમાં પણ તેમાં રુકાવટ આવી ન હતી. એ રોજ સવારે પત્રવ્યવહાર જોવા બેસતા. તેવી એક સવારે લંડનથી ૧ ઑક્ટોબર, ૧૯૦૯ના દિવસે લખાયેલ ગાંધીજીનો પત્ર તેમને મળે છે. એકતાળીસ વર્ષના એટર્ની મિ. એમ. કે. ગાંધીનો એ પત્ર. બંને વચ્ચે પરિચયની એ પહે લી જ શરૂઆત. એટલે ગાંધીજીએ મહાત્મા ટૉલ્સ્ટૉયનાં સાહિત્ય વડે પ્રભાવિત પોતાની દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડતનો ટૂંકો પરિચય આપ્યો. તેમ જ પોતાને મહાત્મા ટૉલ્સ્ટૉયે લખેલ કોઈ માટેનો એક પત્ર, એ લેટર ટુ એ હિં દુ વાંચવામાં આવ્યો તેની નકલ એ પત્રની ખરાઈ જાણવા મોકલીને તેના બહોળા પ્રચાર માટે સંમતિ પુછાવી. તેના જવાબમાં મહાત્મા ટૉલ્સ્ટૉય તરફથી ૭ ઑક્ટોબર, ૧૯૦૯એ લખાયેલા પત્રમાં પોતાને ગાંધીજીના પત્રની વિગત જાણીને થયેલ ખુશી બતાવી, દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડતને આત્મીયતાથી આવકારી તથા માગેલ સંમતિ આપી. તેના જવાબમાં ગાંધીજીએ તા. ૧૦ નવેમ્બર, ૧૯૦૯નો પત્ર લંડનથી લખ્યો અને સાથે રે વરં ડ ડોક વડે લખાયેલાં પોતાનાં જીવનચરિત્રના અંગ્રેજી પુસ્તકની નકલ તેમણે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ વિશે વધુ વિગતે માહિતી માટે મહાત્મા ટૉલ્સ્ટૉયને મોકલી. ત્યાર પછી લંડનથી દક્ષિણ આફ્રિકા ખાતે પરત આવીને ગાંધીજીએ હિં દ સ્વરાજ ગુજરાતીનું પોતે કરે લ અંગ્રેજી ભાષાંતર ઇન્ડિયન હોમરૂલ પુસ્તિકા પોતાના વિચાર બાબત મહાત્મા ટૉલ્સ્ટૉયની

આલોચના જાણવા માટે અને તે માટે વિનંતી સાથે ૪થી એપ્રિલ, ૧૯૧૦નાં ટપાલથી મોકલી. તેનો અગાઉની જ ેમ જ ઉષ્માભર્યો જવાબ તા. ૮મી મે, ૧૯૧૦નો ટૉલ્સ્ટૉય તરફથી ગાંધીજીને મળ્યો : પ્રિય મિત્ર, હમણાં જ મને તમારો પત્ર અને પુસ્તિકા ઇન્ડિયન હોમરૂલ મળ્યાં. તમારી પુસ્તિકા મેં ઊંડા રસપૂર્વક વાંચી, કેમ કે મને લાગે છે કે તમે તેમાં જ ે સવાલ હાથ ધર્યા છે તે માત્ર ભારતના લોકો માટે જ નહીં પણ સમસ્ત માનવજાતિ માટે મહત્ત્વના છે… તમારો મિત્ર અને ભાઈ, લીઓ ટૉલ્સ્ટૉય જવાબમાં ગાંધીજીએ ૧૫ ઑગસ્ટ, ૧૯૧૦ના પત્રથી પોતાની કૃ તજ્ઞતા વ્યક્ત કરી. સાથે જણાવ્યું કે, પોતાના સાથી મિત્ર શ્રી કૅ લનબેક મહાત્મા ટૉલ્સ્ટૉયનું માય કન્ફેશન વાંચીને એ વિચારો મુજબ જીવનના પ્રયોગમાં પોતાની સાથે છે અને તેમણે પોતાની માલિકીની વિશાળ જમીન સત્યાગ્રહીઓના સ્વાશ્રયી સામુદાયિક જીવનના પ્રયોગ માટે આપી છે અને તેમણે તેનું નામ ‘ટૉલ્સ્ટૉય ફાર્મ’ રાખ્યું છે, તથા એ સાથે ગાંધીજીએ સત્યાગ્રહની સંપર્કપત્રિકા ઇન્ડિયન ઓપિનિયનના અંક પણ મોકલ્યા. જવાબમાં મહાત્મા ટૉલ્સ્ટૉય તરફથી ૭ સપ્ટેમ્બર, ૧૯૧૦નો સાત ફુલસ્કેપ પાનાંમાં ટાઇપ કરાયેલો સવિસ્તર લાંબો અને વિચારણાની પ્રેરણાથી ધબકતો ઉષ્માભર્યો પત્ર મળ્યો. કદાચ આ પત્ર મહાત્મા ટૉલ્સ્ટૉયે લખેલ જીવનના અંતિમ પત્ર પૈકી જ હતો, કેમ કે, તેમાં જોકે પોતે હવે મૃત્યુની સમીપ પહોંચી રહ્યા છે, એમ શરૂઆતમાં જ લખે છેૹ અને ખરે જ; તા. ૨૦મી નવેમ્બર, ૧૯૧૦ના તેઓ અંતિમ શ્વાસ લે છે. 

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

273


ટૉલ્સ્ટૉય–ગાંધીજી વચ્ચે થયેલો પત્રવ્યવહાર

ગાંધીજીએ ટૉલ્સ્ટૉયને લખેલો પ્રથમ પત્ર

લંડન, ઑક્ટોબર ૧, ૧૯૦૯

સાહે બ, ટ્રાન્સવાલ (દક્ષિણ આફ્રિકા)માં લગભગ ત્રણ વર્ષથી જ ે કાંઈ ચાલી રહ્યું છે તે તરફ આપનું ધ્યાન ખેંચવાની હં ુ છૂટ લઉં છુ .ં એ સંસ્થાનમાં બ્રિટિશ હિં દીઓની વસ્તી લગભગ ૧૩,૦૦૦ જ ેટલી છે. આ હિં દીઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી અનેક કાનૂની ગેરલાયકાતોનો ત્રાસ ભોગવી રહ્યા છે. આ સંસ્થાનમાં બિનગોરી જાતિઓ સામે તથા કેટલીક બાબતોમાં એશિયાઈઓ સામે ઘણો સખત પૂર્વગ્રહ છે. એશિયાઈઓને લાગેવળગે છે ત્યાં સુધી એ પૂર્વગ્રહ મોટે ભાગે વેપારી અદેખાઈને કારણે છે. એની પરાકાષ્ઠા આજથી ત્રણ વર્ષ પહે લાં એક કાનૂન1 કરવામાં આવ્યો ત્યારે આવી. મને તથા બીજા ઘણાને લાગ્યું કે, આ કાનૂન ઘણો અપમાનકારક છે અને એનો હે તુ જ ેમને તે લાગુ પાડવામાં આવ્યો છે તેમની માણસાઈ હરી લેવાનો છે. મને લાગ્યું કે આવી જાતના કાનૂન આગળ નમતું આપવું એ સાચા ધર્મની ભાવના સાથે અસંગત છે. હં ુ તેમ જ કેટલાક મિત્રો બૂરાઈનો પ્રતિકાર નહીં કરવાના સિદ્ધાંતમાં દૃઢપણે માનતા હતા અને હજી પણ માનીએ છીએ. આપનાં લખાણોનો અભ્યાસ કરવાનો પણ મને લાભ મળ્યો હતો, જ ેની મારા મન ઉપર ઊંડી છાપ પડી છે. બ્રિટિશ હિં દીઓને આ પરિસ્થિતિની પૂરી સમજ આપવામાં આવી હતી; આ કાનૂનને નમતું નહીં આપવાની તથા એનો ભંગ કરવા માટે જ ેલ અથવા કાયદા મુજબ કરવામાં આવે એવી બીજી કોઈ પણ સજાઓ સહન કરવાની સલાહ આપવામાં આવી હતી, જ ે તેમણે સ્વીકારી છે. એનું પરિણામ એ આવ્યું છે કે હિં દી વસ્તીના લગભગ અડધા ભાગના લોકો, જ ેઓ કાનૂનને અપમાનજનક માને છે, પણ લડતનો તાપ તથા જ ેલની મુસીબતો સહન કરવા અશક્ત છે, તેઓ તેને તાબે થવાને બદલે ટ્રાન્સવાલ છોડીને ચાલ્યા ગયા છે. બાકીના લોકોમાંના અડધા, આશરે ૨૫૦૦ માણસોએ પોતાના અંતરના અવાજને ખાતર સ્વેચ્છાથી જ ેલમાં જવાનું સ્વીકાર્યું છે. એમાંના કેટલાક તો પાંચ પાંચ વખત જ ેલમાં ગયા છે. સજાઓ ચાર દિવસથી માંડીને છ માસ સુધીની, અને મોટા ભાગના લોકોને સખત મજૂ રીની કરવામાં આવી છે. અનેક લોકો આર્થિક દૃષ્ટિએ બરબાદ થઈ ગયા છે. હાલમાં ટ્રાન્સવાલની 1. ટ્રાન્સવાલ એશિયાઈ કાનૂન સુધાર ઑર્ડિનન્સ 274

[ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


જ ેલોમાં સો ઉપરાંત સત્યાગ્રહીઓ મોજૂ દ છે. રોજ ેરોજ કમાઈને પોતાનો નિર્વાહ કરતા આમાંના કેટલાક ઘણા ગરીબ છે. એનું પરિણામ એ થયું છે કે તેમની પત્નીઓ તથા બાળકોનો નિર્વાહ જાહે ર ફં ડમાંથી કરવો પડ્યો છે. એ ફં ડ પણ મોટે ભાગે સત્યાગ્રહીઓમાંથી જ ઉઘરાવવામાં આવ્યું છે. આ બધાંને લઈને બ્રિટિશ હિં દીઓને સખત તાણ પહોંચી છે; પરં તુ મારા અભિપ્રાય મુજબ તેમણે પ્રસંગને પહોંચી વળવા જ ેટલું ખમીર બતાવ્યું છે. લડત હજી ચાલી રહી છે અને એનો અંત ક્યારે આવશે તેની કોઈને ખબર નથી. આમ છતાં અમારામાંના કાંઈ નહીં તો થોડા લોકોને એ વાત બહુ સ્પષ્ટ રીતે સમજાઈ છે કે, ગાંધીજીએ ટૉલ્સ્ટૉયને લખેલો પત્ર [એપ્રિલ 4, 1910] જ્યાં પાશવી બળ અચૂક નિષ્ફળ જાય ત્યાં પણ સત્યાગ્રહ સફળ થશે અને થઈ શકે. અમને એ પણ દેખાય છે કે લડત લાંબી ચાલી છે એનું કારણ મોટે ભાગે અમારી નબળાઈ, અને એ નબળાઈને કારણે સરકારના મનમાં ઊભી થયેલી, અમે લાંબો વખત મુશ્કેલીઓ વેઠી શકીશું નહીં એવી માન્યતા છે. મારા એક મિત્રની સાથે હં ુ અહીં રાહત મળી શકે એ હે તુથી સામ્રાજ્યના અધિકારીઓને મળવા અને તેમની આગળ પરિસ્થિતિની રજૂ આત કરવાને આવ્યો છુ .ં …મારા અહીંના નિરીક્ષણ દરમિયાન મને એવું લાગ્યું છે કે, જો સત્યાગ્રહનાં નૈતિક મૂલ્ય અને કાર્યસાધકતા વિશેના નિબંધ માટે એક સામાન્ય હરીફાઈ ગોઠવવામાં આવે તો એથી લોકોમાં ચળવળનો પ્રચાર થશે અને લોકો એ વિશે વિચાર કરતા થશે. આ હરીફાઈની દરખાસ્ત સંબંધમાં એક મિત્રે નૈતિકતાનો પ્રશ્ન ઉઠાવ્યો છે. તેઓ માને છે કે આ જાતની હરીફાઈ યોજવી એ સત્યાગ્રહની સાચી ભાવના સાથે અસંગત છે અને એનો અર્થ અભિપ્રાય ખરીદવા નીકળવાનો થશે. નૈતિકતાના પ્રશ્ન વિશે આપ મને આપનો અભિપ્રાય જણાવશો? અને જો નિબંધ માગવામાં આપ કોઈ દોષ ન જોતા હો તો આ વિષયમાં લખવા માટે મારે ખાસ કોને કોને વિનંતી કરવી, તેમનાં નામ જણાવવા વિનંતી કરું છુ .ં એક બીજી બાબત વિશે હં ુ આપનો થોડો સમય લેવા ઇચ્છું છે. એક હિં દુને1 સંબોધીને, 1. વૅનકૂ રવથી છૂપી રીતે પ્રગટ થતા ફ્રી હિન્દુસ્તાન નામના એક સામયિકના તંત્રીમંડળે ટૉલ્સ્ટૉય ઉપર લખેલા પત્રના જવાબમાં આ પત્ર હતો. મુખ્ય તંત્રી તારકનાથ દાસ હતા. ગાંધીજીની પ્રસ્તાવના સાથે ટૉલ્સ્ટૉયનો પત્ર તા. ૨૫-૧૨૧૯૦૯ અને ૧-૧-૧૯૧૦ના ઇન્ડિયન ઑપીનિયનમાં પ્રગટ થયો હતો. એમણે જ કરે લું ગુજરાતી ભાષાંતર પણ પ્રથમ ઇન્ડિયન ઑપીનિયનમાં અને પાછળથી પુસ્તકના રૂપમાં પ્રગટ થયું હતું.

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

275


હિં દની હાલની અશાંતિ વિશે આપે લખેલા પત્રની નકલ એક મિત્રે મને આપી છે. તે જોતાં વેંત લાગે છે કે, તેમાં આપના વિચારો રજૂ થયેલા છે. મારા એક મિત્રનો ઇરાદો આની ૨૦,૦૦૦ નકલ પોતાના ખરચે છપાવીને વહેં ચવાનો તથા એનું ભાષાંતર કરાવવાનો છે. પરં તુ અમે મૂળ પ્રત મેળવી શક્યા નથી, એટલે નકલ સંપૂર્ણ રીતે સાચી છે કે નહીં તથા પત્ર આપનો જ છે કે કેમ એની ખાતરી થયા વિના એ છપાવવાનું અમને યોગ્ય લાગતું નથી. આ સાથે હં ુ પેલી નકલની એક નકલ મોકલી રહ્યો છુ ં અને જો આપ મને એટલું જણાવશો કે પત્ર આપનો જ છે કે નહીં, નકલ બરાબર થયેલી છે કે નહીં અને ઉપર કહ્યા પ્રમાણે એને પ્રગટ કરવાને આપની સંમતિ છે કે નહીં તો આપનો ઉપકાર માનીશ. આપ પત્રમાં કાંઈક વિશેષ ઉમેરવા ઇચ્છતા હો તો જરૂર ઉમેરશો. હં ુ એક સૂચન કરવાનું સાહસ કરું છુ .ં છેવટના પૅરેગ્રાફમાં આપ વાચકને પુનર્જન્મમાં ન માનવાની સલાહ આપતા હો એવું જણાય છે. મને ખબર નથી કે, (જો મારે માટે આટલું કહે વું અનુચિત ન ગણાતું હોય તો) આપે પુનર્જન્મના પ્રશ્નનો ખાસ અભ્યાસ કર્યો છે કે નહીં. હિં દમાં પુનર્જન્મ અથવા દેહાંતરની માન્યતા કરોડો લોકો માટે ઊંડી શ્રદ્ધાનો વિષય છે. … આ લખવા પાછળનો મારો હે તુ આપને આ સિદ્ધાંતના સાચાપણા વિશે ખાતરી કરાવવાનો નથી, પરં તુ આપને એટલી વિનંતી કરવાનો છે કે, આપ આપના વાચકને જ ે બીજી વસ્તુઓ ન માનવા આગ્રહ કર્યો છે તેમાંથી ‘પુનર્જન્મ’ શબ્દ કાઢી નાખશો.1 પ્રસ્તુત પત્રમાં આપે ‘કૃ ષ્ણ’ વિશેના પુસ્તકમાંથી2 અવતરણો લીધાં છે અને ફકરાઓનો હવાલો આપ્યો છે. જ ે પુસ્તકમાંથી અવતરણો લીધાં છે તેનું નામ આપશો તો આભારી થઈશ. આ પત્ર આપ થાકી જાઓ એટલો લાંબો થયો છે. હં ુ જાણું છુ ં કે જ ેઓ આપના પ્રત્યે આદર ધરાવે છે અને આપના માર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે તેમને આપનો સમય લેવાનો કોઈ અધિકાર નથી, પરં તુ એમની ફરજ એ છે કે શક્ય હોય ત્યાં સુધી આપને તકલીફ ન આપે. હં ુ આપનાથી તદ્દન અપરિચિત છુ ,ં તેમ છતાં મેં સત્યને ખાતર આ પત્ર લખવાની છૂટ લીધી છે અને જ ે સમસ્યાઓના ઉકેલને આપે આપના જીવનનું ધ્યેય બનાવ્યું છે તેને વિશે માર્ગદર્શન ઈચ્છ્યું છે. હં ુ છુ ,ં વગેરે મો. ક. ગાંધી

કાઉન્ટ લિયો ટૉલ્સ્ટૉય યાસનાયા પોલિયાના રશિયા [મૂળ અંગ્રેજી] [ગાં. અ. ૯ : ૫૦૪-૬] 1. ટૉલ્સ્ટૉયે આ વાત સ્વીકારી હતી. 2. તે વખતે કૅ લિફોર્નિયામાં વસતા બંગાળી સાધુ બાબા પરમાનંદ ભારતીએ ૧૯૦૪માં લખેલી પુસ્તિકા 276

[ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ટૉલ્સ્ટૉયનો ગાંધીજીને પત્ર

યાસનાયા પોલિયાના, ઑક્ટોબર ૭, ૧૯૦૯

મો. ક. ગાંધી ટ્રાન્સવાલ તમારો બહુ રસભર્યો કાગળ મને મળ્યો છે તેથી હં ુ બહુ રાજી થયો છુ .ં ટ્રાન્સવાલના આપણા ભાઈઓ અને સાથીને ખુદા મદદ કરો. નરમ માણસોની અને કઠોર મનના માણસોની વચ્ચે તમારા જ ેવી લડાઈ — ગરીબાઈ અને આત્મબળ એક તરફ તથા મગરૂરી અને શરીરબળ બીજી તરફ તેની વચ્ચેની લડાઈ અહીં પણ — દહાડે દહાડે જોરમાં ચાલ્યા કરે છે. તે લડાઈ મુખ્યત્વે કરીને જ્યારે અહીંના માણસો સિપાઈગીરી કરવાની ના પાડે છે તેમાં ચાલે છે. આ લડાઈ ખુદાઈ કાયદા ને દુન્યવી કાયદાની વચ્ચે છે. રશિયાના લોકો દહાડે દહાડે સિપાઈગીરી કરવાની ના પાડતા ચાલ્યા છે. એક હિં દુને પત્ર મેં જ લખ્યો હતો અને તેનું ભાષાંતર ઘણું સારું છે. કૃ ષ્ણ વિશેના પુસ્તકનું નામ તમને મોસ્કોથી મોકલવામાં આવશે. ‘પુનર્જન્મ’ શબ્દ બાબતમાં, હં ુ પોતે એ છોડવાનું પસંદ નથી કરતો, કારણ કે મારા અભિપ્રાય પ્રમાણે પુનર્જન્મ વિશેની માન્યતા કાંઈ આત્માની અમરતા અને ઈશ્વરના ન્યાય અને પ્રેમ વિશેની માન્યતા જ ેટલી દૃઢ હોઈ શકે નહીં. આમ છતાં, તમે તે શબ્દ છોડવા બાબત ઠીક લાગે એમ કરજો. તમારા પ્રકાશન-કાર્યમાં જો હં ુ મદદ કરી શકું તો તેથી મને ઘણો આનંદ થશે. મારા પત્રનું હિં દી ભાષામાં ભાષાંતર થાય અને તેનો પ્રચાર થાય એથી મને આનંદ જ થશે. હં ુ માનું છુ ં કે કોઈ હરીફાઈ એટલે કે ધાર્મિક બાબત અંગે આર્થિક પ્રલોભન આપવાની વાત યોગ્ય નહીં થાય. તમને હં ુ ભાઈ ગણું છુ ં ને તમારા સંબંધમાં આવ્યો તેથી રાજી થયો છુ .ં લિયો ટૉલ્સ્ટૉય

[મૂળ અંગ્રેજી-ગુજરાતી] [ગાં. અ. ૯ : ૬૪૯]

ટૉલ્સ્ટૉયનો પત્ર, ગાંધીજીને [મે, 8, 1910]

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

277


ટૉલ્સ્ટૉયનો મિ. ગાંધી પર પત્ર1

“કોચેટી”2 રશિયા, સપ્ટેમ્બર ૭, ૧૯૧૦ તમારું છાપું મને મળ્યું છે. સત્યાગ્રહીઓ વિશે તેમાં જ ે લખેલું છે તે વાંચી રાજી થયો છુ .ં તે વાંચતાં વાંચતાં જ ે વિચારો મારા મનમાં ઊઠી આવ્યા તે તમારી પાસે મૂકવાનું મને મન થઈ ગયું. જ ેમ જ ેમ હં ુ બુઢ્ઢો થતો જાઉં છુ ,ં તેમ તેમ (ખાસ કરીને જ્યારે મારું મૃત્યુ નજીક છે એમ મને ચોખ્ખેચોખ્ખું દેખાય છે ત્યારે ) મારા મનમાં જ ે દીવા જ ેવી અને બહુ અગત્યની વાત રમી રહી છે તે બીજાઓને કહે વાની મને ઇચ્છા થાય છે. આ વાત જ ે સત્યાગ્રહ એ નામથી ઓળખાય છે તે જ છે. સત્યાગ્રહ તે શુદ્ધ પ્રેમ સિવાય બીજુ ં કશું નથી. મનુષ્યના આત્માને એકત્ર જોડવાનો પ્રયાસ તે જ પ્રેમ, અને તે પ્રેમ જ માનવીની જિંદગીને દોરનારો ઊંચામાં ઊંચો એક જ કાયદો છે. દરે ક માણસ પોતાના અંતરમાં ઊંડી ઊંડી આ લાગણી અનુભવે છે. બાળકોની અંદર આપણે તે ચોખ્ખી રીતે જોઈ શકીએ છીએ. માણસ જ્યાં સુધી દુનિયાના જૂ ઠા શિક્ષણમાં ફસાયેલો નથી ત્યાં સુધી તે લાગણી પારખી શકે છે. આ ફરમાન બધાએ હિં દી, ચીના, યહૂદી, ગ્રીક, રોમન વગેરે સંતોએ પોકારે લ છે. હં ુ માનું છુ ં કે આ ફરમાન ઈસુ ખ્રિસ્તે બહુ જ ચોખ્ખી રીતે સમજાવેલ છે. તેણે ખુલ્લું કહ્યું છે કે આમાં જ બધા કાયદા અને પેગમ્બરોનો સમાવેશ થઈ જાય છે. તે ઉપરાંત દુનિયાના સ્વાર્થમાં અને સંદેહમાં સપડાયેલા માનવીઓથી આ ફરમાનનો ઊંધો અર્થ પણ થઈ શકે એમ છે, તે જોઈને તેનો ભય પણ બતાવી આપેલ છે. પશુબળથી આપસ્વાર્થનું રક્ષણ કરવું એવો ઊંધો અર્થ પણ તેનો કરી બેસાય તેમ છે. તેણે એમ જ જાણ્યું છે — અને દરે ક સમજુ માણસ એમ જાણે કે પશુબળને જિંદગીના મૂળ ફરમાન પ્રેમ સાથે લેવાદેવા નથી. જ્યારે જ્યારે પશુબળનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ત્યારે તે વાતમાં પ્રેમના કાયદાની અપૂર્ણતા સ્વીકારી લેવામાં આવે છે. આ કાયદાની જ રૂએ બહાર એટલો બધો ભભકાદાર લાગતો આખો ખ્રિસ્તી સુધારો ખોટો પડી જાય છે; કેમ કે તેનું મંડાણ જ દેખીતી વિચિત્ર ગેરસમજ તથા બેઢગ ં ાપણા ઉપર રચાયેલું છે. ખરી રીતે પશુબળનો પ્રેમમાં સમાવેશ થાય એટલે પ્રેમને જિંદગીનો કાયદો કહી શકાય જ નહીં. જો જિંદગીનો કાયદો પ્રેમ નહીં, તો પછી માત્ર પશુબળ જ એક કાયદો રહ્યો. ૧૯ સૈકા સુધી ખ્રિસ્તી પ્રજાએ આવું જીવન ગાળ્યું. બધા જમાનામાં માણસોએ જિંદગી જાળવવામાં પશુબળનો ઉપયોગ કર્યો છે તે બરોબર છે. ખ્રિસ્તી પ્રજા અને બીજી પ્રજાઓમાં ફે ર એટલો કે તે પ્રજાના કાયદામાં પ્રેમ વિશે જ ેટલું સ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે, તેટલું બીજી પ્રજામાં નથી આવ્યું. ખ્રિસ્તી પ્રજાએ આ કાયદાનો બરોબર સ્વીકાર કર્યો છે છતાં પોતાના વર્તનમાં તેણે પશુબળને માર્ગ આપ્યો છે. તેથી તે પ્રજાના આચાર અને વિચાર 1. રશિયન ભાષામાં લખાયેલા મૂળ પત્રનો પૉલીન પેડલેશુકે કરે લો અંગ્રેજી અનુવાદ કાઉન્ટ ટૉલ્સ્ટૉય અને સત્યાગ્રહ : ટ્રાન્સવાલના હિં દીઓને સંદેશ એ મથાળા હે ઠળ ઇન્ડિયન ઑપીનિયનના તા. ૨૬-૧૧-૧૯૧૦ના અંકમાં પ્રસિદ્ધ થયો હતો. ‘ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે’ પ્રસિદ્ધ કરે લ ટૉલ્સ્ટૉયનાં સંસ્મરણોમાં પણ એનો એલ્મર મૉડે કરે લો અનુવાદ મળે છે. 278

[ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


એકબીજાથી ઊલટા થઈ પડેલ છે. પ્રેમ એ તેઓનું ફરમાન છે, પણ જબરદસ્તીને તેઓ પૂજ ે છે. રાજાઓ, અદાલતો અને લશ્કરોની હાકને તેઓએ સ્વીકારી લીધેલ છે. જ ેમ જ ેમ ખ્રિસ્તી પ્રજા આગળ વધતી ગઈ તેમ તેમ પશુબળની વધારે ગુલામ થતી ગઈ. તે એટલે સુધી કે હવે તે આખર દશાએ પહોંચેલ છે. આવી સ્થિતિમાં એ જ સવાલ ઊભો થાય છે કે કાં તો આપણે કબૂલ થવું જોઈએ કે આપણે ધર્મનીતિના શિક્ષણને ગણકારતા નથી, પણ માત્ર બળિયાના બે ભાગ એવી જ જિંદગી જીવીએ છીએ, અને જો તેમ કબૂલ ન કરીએ તો પછી બધા ફરજિયાત કરો, અદાલતો, પોલીસ ખાતાંઓ અને ખાસ કરી લશ્કરો નાબૂદ થવાં જ જોઈએ, એમ કબૂલ કરવું જોઈએ. આ વર્ષે મૉસ્કોની એક કન્યાશાળામાં ધર્મશાસ્ત્રની પરીક્ષા લેતી વખતે માસ્તરે અને ધર્મગુરુએ ખુદાનાં ફરમાનો વિશે સવાલો પૂછ્યા, ખાસ કરીને ૬ઠ્ઠા ફરમાન વિશે સવાલો પુછાયેલા. (હિં સા કરવી નહીં તે બાઇબલમાં ૬ઠ્ઠું ફરમાન છે.) જવાબો બરાબર અપાયા પછી ધર્મગુરુએ સાધારણ રીતે પૂછ્યું કે : “દરે ક વાતમાં દરે ક ટાણે હિં સા કરવી નહીં, એવો તે ફરમાનનો અર્થ થાય છે ખરો?” બિચારી કન્યાઓને જ ે શિક્ષણ આપવામાં આવતું હતું, તેથી પરાણે એવો જવાબ આપવો પડ્યો કે : “હં મેશાં એવો અર્થ નથી થતો — લડાઈમાં તથા અપરાધીઓને કતલ કરવામાં હિં સા કરવાની છૂટ છે.” ઉપર મુજબ જવાબ મળ્યા પછી પણ તેમાંથી એકને ફરી પૂછવામાં આવ્યું (આ નજરે જોનારની કહે લી વાત છે) કે : “હિં સા સદા પાપ છે કે નહીં?” તેણી ગભરાણી, શરમાણી, છતાં દૃઢતાથી જવાબ આપ્યો કે : “તેમાં સદા પાપ સમાયેલું છે.” ધર્મગુરુના દરે ક દંભી સવાલોના જવાબમાં તેણીએ એક જ જવાબ દૃઢતાથી આપ્યો કે હિં સાની જૂ ના કરારોમાં તદ્દન મના કરવામાં આવેલ છે, અને ક્રાઇસ્ટે પણ તેની મના કરે લ છે. વળી હિં સામાં જ પાપ છે એમ નહીં પણ હરકોઈ માણસનું જરા બૂરું કરવામાં પણ પાપ સમાયેલું છે, એમ તેણીએ કહ્યું. બધી ચતુરાઈ છતાં ધર્મગુરુને શાંત રહે વું પડ્યું, અને કન્યાની જીત થઈ. આપણાં વર્તમાનપત્રોમાં આપણે ઊડવાની કળા, રાજ્યતંત્રની ખૂબીઓ, મોટાં મોટાં મંડળો, નવી નવી શોધો, અને કોમોની એકત્રતા કરવા વગેરે બાબતોમાં ખૂબ બડાઈઓ હાંકીએ છીએ; પણ પેલી નાની બાળાએ નિશાળમાં જ ે જવાબો આપ્યા તે વાત તો દટાયેલી રહે વા દઈએ છીએ. છતાં તે વાત દટાયેલી રહી શકવાની જ નથી; કેમ કે તેનો પડઘો ગમે તેટલો ઊંડો પણ ખ્રિસ્તી ધર્મના માણસમાં પડ્યા વગર રહે તો નથી. સોશિયાલિઝમ, ઍનાર્કિઝમ, સાલ્વેશન આર્મી, વધતા જતા ગુનાઓ, આપઘાતો, પૈસાદાર માણસોની ગાંડપણભરે લી મોજમજાઓ, ગરીબ લોકોની કંગાલિયત, એ બધું ફરમાનોની વિરુદ્ધ વર્તવાનું જ પરિણામ છે. છતાં તેમાં ફરમાનો મુજબ ચાલવાની કોશિશ તો રહે લી છે. તેનું નિરાકરણ એવી રીતે થવું જોઈએ કે જ ેથી પ્રેમના ફરમાનનો સ્વીકાર થાય અને જબરદસ્તી નાબૂદ થાય. એટલે ટ્રાન્સવાલમાં તમારી હિલચાલ તે દુનિયાનાં બધાં કામોમાં એક સૌથી ભલું તેમ જ અગત્યનું કામ છે, તેમ અમને દુનિયાના આ છેડા પર રહે નારાઓને લાગે છે. આ કામમાં ખ્રિસ્તી પ્રજાને તો શું પણ આખી દુનિયાની પ્રજાઓને સામેલ થયે જ છૂટકો છે. नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

279


તેમ જાણીને રાજી થશો કે અહીં રશિયામાં આ હિલચાલ ઝપાટાભેર ચાલે છે અને દિવસે દિવસે વધતી જતી સંખ્યામાં માણસો લશ્કરમાં જોડાવાની ના પાડતા જાય છે. તેમા સત્યાગ્રહીઓની સંખ્યા ગમે તેટલી થોડી હોય, અને અહીં રશિયામાં પણ તેવા માણસો ગમે તેટલા થોડા હોય, છતાં તે બધા અને તેવા બીજા છાતી ઠોકી કહી શકે છે કે ઈશ્વર તેઓની સાથે છે. અને માણસ કરતાં ઈશ્વર વધારે જોરાવર છે. એક તરફથી જોઈએ છીએ કે ગમે તેવી સડેલી સ્થિતિમાં હોવા છતાં પણ ખ્રિસ્તી ધર્મ ખ્રિસ્તી પ્રજામાં માનવામાં આવે છે; બીજી તરફ લશ્કરોની અને લડાઈમાં શત્રુઓનો બને તેટલો વધારે ઘાણ વાળી શકાય એવાં હથિયારો વાપરવાની જરૂરિયાત વધતી જાય છે એ પણ જોઈએ છીએ. આ બંને વાતથી એમ ચોખ્ખું દેખાય છે કે કાં તો વહે લોમોડો ઘણું કરીને તુરતમાં ખ્રિસ્તી ધર્મ મનાતો બંધ થવો જાઈએ, અથવા તો લશ્કરો તથા જબરદસ્તીનો અંત આવવો જોઈએ. આ કફોડી દશાનો બધી સરકારોને અનુભવ થાય છે. તમારી બ્રિટિશ સરકારને પણ તેનો અનુભવ થાય છે, અને તેથી આત્મરક્ષણની ચિંતામાં સરકાર સામેની આવી હિલચાલને દાબી દેવા માટે તેઓ જ ે જુ લમ (જ ે રશિયામાં જોવામાં આવે છે, અને જ ે તમારા છાપામાં જોવામાં આવ્યો) કરે છે તેવા બીજી કોઈ હિલચાલ માટે નથી કરતા. મુખ્ય ભય ક્યાં છે તે સરકાર સમજી શકે છે અને તે ભય સામે પોતાનું રક્ષણ કરવામાં પોતાના સ્વાર્થ તરફ નજર રાખે છે, એટલું જ નહીં પણ પોતાને જીવવા મરવાના સવાલ પર પણ નજર રાખે છે. [મૂળ ગુજરાતી] ઇન્ડિયન ઑપીનિયન, ૨૬-૧૧-૧૯૧૦ [ગાં. અ. ૧૦ : ૬૫૩-૫] 

ગાંધીજી અને અન્ય : કેટલાંક સંદર્ભ પુસ્તકો ગાંધીજીનું ધર્મદર્શન લે. મ. જો. પટેલ, પ્રકાશક : ગુજરાત ગ્રંથ નિર્માણ બાૅર્ડ

(શ્રીમદ્ રાજચંદ્ર, હે નરી ડેવિડ થોરો, જ્હોન રસ્કિન અને કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય સાથે ગાંધીજીનો પરિચય, વિચાર અને પ્રભાવ)

Gandhi's Teacherૹ Leo Tolstory Satish Sharma Publisherૹ NavaJivan Gandhi's Teacherૹ John Ruskin Satish Sharma Publisherૹ NavaJivan Gandhi and Marx આઇન્સ્ટાઈન અને ગાંધીજી લે. પ્રહલાદભાઈ ચુ. વૈદ્ય, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી લે. મુકુલભાઈ કલાર્થી, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ ગાંધીજીના સમકાલીનો લે. દશરથલાલ શાહ, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ ગાંધીજી અને પાંચ સાક્ષરો લે. ધીરુભાઈ ઠાકર, પ્રકાશક : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ 280

[ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


હિંદ સ્વરાજ : કૃતિવિશેષ અને ભાષા શરીફા વીજળીવાળા ગાંધીજીની સૌથી વધુ ચર્ચિત કૃતિ એટલે હિં દ સ્વરાજ. 1909માં લંડનથી દક્ષિણ આફ્રિકા પાછા ફરતી વેળાએ દરિયાઈ મોજાંઓના ઝંઝાવાત વચ્ચે જહાજ પર આ કૃતિ લખાઈ હતી. આ જ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ ગાંધીજીએ ટૉલ્સ્ટૉયને મોકલ્યો હતો અને કહ્યું હતું : “આપને આ પુસ્તક જોઈ જવાનો સમય મળે તો, એ કહે વાની જરૂર નથી કે આ લખાણ અંગેની આપની આલોચના મારે માટે ઘણી કિંમતી થઈ પડશે.” હિં દ સ્વરાજ લખાયાને સો વર્ષથી ઉપરાંતનો સમય વિત્યો હોવા છતાં તેની વિષયવસ્તુ અંગે સૂક્ષ્મતાથી હજુ પણ ચર્ચાઓ થતી રહે છે. તાજ ેતરમાં શરીફા વીજળીવાળાએ હિં દ સ્વરાજની ભાષા અને તેના સ્વરૂપ અંગે સૂક્ષ્મતાથી રુચે અને પચે તેવી સહજ શૈલીમાં વર્ણન કર્યું છે. વિગતે લખાયેલાં શરીફાબહે નના આ વિવેચનલેખનને સ્થળ મર્યાદાને કારણે બે ભાગમાં વહેં ચ્યો છે.

૧૯૦૯ની ૧૩ નવેમ્બરથી ૨૦ નવેમ્બર વચ્ચે હતા એટલા જ સ્થિર રહ્યા હતા. ૧૧ અને ૧૯ લંડનથી દક્ષિણ આફ્રિકા પાછા ફરતા ૪૦ વર્ષના મોહનદાસ કરમચંદ ગાંધી, પોતાની અંદરના પ્રબળ ધક્કાના પ્રેરાયા ‘કિલડોનન કૅ સલ’ નામની આગબોટ પર, આગબોટની જ સ્ટેશનરી પર હિં દ સ્વરાજ લખે છે. આગબોટની હાલકડોલક ગતિ સાથે લખાયેલ હોવા છતાં હિં દ સ્વરાજમાં વ્યક્ત થયેલા વિચારો બાબતે ગાંધી વર્ષો પછી પણ ૧૯૦૯માં

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

ડિસેમ્બર, ૧૯૦૯ના ઇન્ડિયન ઓપિનિયનના ગુજરાતી વિભાગમાં બે હપતે છપાયેલ આ લખાણ જાન્યુઆરી, ૧૯૧૦માં ફિનિક્સમાં પુસ્તક આકારે છપાયેલ. માર્ચમાં મુંબઈ સરકાર એને જપ્ત કરે છે અને ૨૦મી માર્ચે ગાંધી એનો અંગ્રેજી અનુવાદ બહાર પાડે છે અને પાછા લખે પણ છે કે : ‘મારા અંગ્રેજ મિત્રોને એ પુસ્તકના લખાણથી વાકેફ કરવા એ મારી તેમના પ્રત્યેની ફરજ છે.’ ગાંધીએ પોતીકા ઉમળકાથી, અંદરના ધક્કાથી પ્રેરાઈને લખ્યું હોય એવું હિં દ સ્વરાજ એકમાત્ર પુસ્તક છે. એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે : ‘જ્યારે મારાથી નથી રહે વાયું, ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યું, બહુ વિચાર્યું… જ ે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો… જ ે વિચારો બતાવ્યા તે મારા છે, ને મારા નથી. તે મારા છે, કેમ કે તે પ્રમાણે વર્તન કરવાની મારી ઉમેદ છે; તે મારા આત્મામાં ઘડાઈ ગયા જ ેવા છે. મારા નથી, કેમ કે તે મેં જ વિચાર્યા છે એમ નથી; તે કેટલાંક પુસ્તકો વાંચ્યા પછી બંધાયેલા છે.’ (પ્રસ્તાવના પૃ. ૨૨) — ગાંધીની આ વાત સાવ સાચી છે. એમણે વાંચેલા ઘણા વિદ્વાનો — એમાંય ખાસ 281


કરીને રસ્કિન તથા ટૉલ્સ્ટૉયના વિચારોનો એમના પર જબરદસ્ત પ્રભાવ પડ્યો હતો. જોકે આ પ્રકારે વિચારનારા ભલે ઘણા હોય પરં તુ આ પ્રકારના વિચારોને અમલમાં મૂકનાર, વ્યવહારમાં એનો પ્રયોગ કરનાર તો ગાંધી પહે લવહે લા જ હતા. ભલે એમનો આદર્શ સોએ સો ટકા વ્યવહારમાં ન મૂકી શકાયો, પરં તુ લગભગ દરે ક ક્ષેત્રે ગાંધીના ગંજાવર કામને જોયા પછી એને વ્યવહારમાં ન મૂકી શકાય એવું તો કોઈ નહીં કહી શકે. ને જો આ આદર્શો પ્રમાણે માનવજાત જીવવા કોશિશ કરે તો આ દુનિયા વધુ સારી રીતે જીવી શકે એ વાતમાંય સમય વીતવા સાથે કોઈને ભાગ્યે જ શંકા હશે. ગોખલેને જોકે આ કૃ તિ એક મૂરખ માણસની લાગેલી તો નેહરુ આ કૃ તિને અવાસ્તવિક માનતા હતા. હિં દ સ્વરાજનું લખાણ ગોખલેને એટલું અણઘડ લાગેલું, એમાંના વિચારો એવા ઉતાવળે બાંધેલા લાગ્યા કે તેમણે ભવિષ્ય ભાખેલું કે ગાંધી હિં દમાં એક વરસ રહ્યા પછી જાતે જ આ પુસ્તકનો નાશ કરશે. (પ્રસ્તાવના પૃ. ૧૬). પરં તુ ગોખલેની આ ભવિષ્યવાણી ખોટી પડી. ‘મારા બે વિચારોમાં અંતર જણાય તો પાછળના લખાણને પ્રમાણભૂત માનવું’ એવું સ્પષ્ટપણે કહે નાર ગાંધીએ એમના આગળના વિચારો પર બેધડક ચોકડી મારી છે પરં તુ હિં દ સ્વરાજ બાબતે ગાંધીના વિચાર જરાક પણ નથી બદલાયા. ૧૯૨૧માં યંગ ઇન્ડિયામાં ગાંધી હિં દ સ્વરાજ વિશે લખે છે : ‘આ પુસ્તક ૧૯૦૯માં લખ્યું હતું. મારી જ ે પ્રતીતિ એમાં પ્રગટ કરી છે તે અગાઉના કરતાં વધારે દૃઢ થયેલી છે.’ ૧૯૩૮માં ગાંધી લખે છે : ‘એ પુસ્તક મારે આજ ે ફરી લખવાનું હોય તો હં ુ ક્યાંક ક્યાંક તેની ભાષા બદલું પણ એ લખ્યા પછીનાં જ ે ત્રીસ વરસ મેં અનેક ઝંઝાવાતોમાં પસાર કર્યાં છે તેમાં મને એ પુસ્તકમાં દર્શાવેલા વિચારોમાં ફે રફાર કરવાનું કોઈ 282

કારણ મળ્યું નથી.’ છેક ૧૯૪૫માં ગાંધીએ પંડિત નેહરુને એક પત્રમાં લખ્યું હતું : ‘૧૯૦૯માં હિં દ સ્વરાજમાં મેં જ ે કંઈ લખ્યું, તેની સત્યતાની પુષ્ટિ મારા અનુભવોથી થઈ છે. તેમાં આસ્થા ધરાવનારો કેવળ હં ુ એકમાત્ર બાકી રહં ુ તોયે મને તેનો અફસોસ નહીં થાય. સત્યને હં ુ જ ેમ જોઉં છુ ,ં તે મારા માટે એનું પ્રમાણ છે. આખી દુનિયા તેનાથી વિપરીત દિશામાં જઈ રહી હોય એમ લાગે છે. મને તેનો ભય નથી.’ (હિં દ સ્વરાજ, સં. કાંતિ શાહ પૃ. ૩૦). આ દર્શાવે છે કે ગાંધીને છેક સુધી પોતાના આ વિચારોમાં એટલી ને એટલી જ શ્રદ્ધા હતી. આ પુસ્તક લખવા પાછળનો ગાંધીનો ઉદ્દેશ સ્પષ્ટ છે : ‘ઉદ્દેશ માત્ર દેશની સેવા કરવાનો, ને સત્ય શોધવાનો, ને તે પ્રમાણે વર્તવાનો છે.’ (પ્રસ્તાવના પૃ. ૨૩). ૧૯૦૯માં ગાંધીએ લખ્યું હતું, ‘મારા વિચારો ખોટા નીવડે તો તેને પકડી રાખવાનો મને આગ્રહ નથી.’ (પ્રસ્તાવના પૃ. ૨૩). પણ છેક ૧૯૪૫ સુધી ગાંધીને આમાંના એકેય વિચાર બદલવા જ ેવા નથી લાગ્યા. આનો અર્થ એટલો કરી શકાય કે ગાંધીએ બહુ વાંચી, વિચારી, જાત સાથે પાક્કા મનોમંથન પછી અમલમાં મૂકવા માટે જ આ લખ્યું હતું. પોતાના હવે પછીના જીવનનો રસ્તો એમણે ત્યારે જ નિર્ધારિત કરી દીધેલો. પછીથી એમણે વ્યવહારની ભૂમિકાએ જ ે કંઈ પ્રયોગો કર્યા એનું લઘુમૉડેલ હિં દ સ્વરાજમાં પડેલું છે. અંગ્રેજોએ જ ેને જપ્ત કરે લું એ હિં દ સ્વરાજ વિશે ૧૯૨૧માં ગાંધી કહે છે : મારા અભિપ્રાય પ્રમાણે આ ચોપડી એવી છે કે જ ે બાળકના હાથમાં પણ મૂકી શકાય. તે દ્વેષધર્મની જગ્યાએ પ્રેમધર્મ શીખવે છે; હિં સાને સ્થાને આપભોગને મૂકે છે; પશુબળની સામે ટક્કર ઝીલવા આત્મબળને ખડુ ં કરે છે. (પ્રસ્તાવના પૃ. ૧૯) [ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


હિં દ સ્વરાજ શબ્દપ્રયોગ દ્વારા ગાંધીને શું અભિપ્રેત છે? ગાંધી ‘સ્વરાજ’ની વ્યાખ્યા કંઈક આમ આપે છે : ‘આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ તે જ સ્વરાજ છે, અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે.’ (પૃ. ૭૧). સ્વરાજ = પોતાનું રાજ. ગાંધી દરે કેદરે ક વ્યક્તિના સ્વાતંત્ર્યની વાત કરે છે. ‘હિં દ’ને વિશેષણ તરીકે પ્રયોજી ગાંધી પહે લીવાર હિં દ = રાષ્ટ્રની વિભાવના મૂકે છે. તો સાથે સાથે હિં દનું સ્વરાજ જો હોય તો આવું હોય એવું કહે વા માટે ‘હિં દ’ને વિશેષણ બનાવે છે. આ હિં દ માટે ઝંખેલું સ્વરાજ છે એવું પણ વિશેષણ વડે સૂચવાય છે. ગાંધીની સ્વરાજની વ્યાખ્યા અતિશય મૌલિક છે. કારણ કે ગાંધી ‘સ્વરાજ’ બાબતે જ ેટલા સ્પષ્ટ છે તેટલા જ ગુલામી બાબતે પણ સ્પષ્ટ છે. એ કહે છે : ‘આપણી પોતાની ગુલામી જાય તો હિં દુસ્તાનની ગુલામી ગઈ સમજવી.’ (પૃ. ૭૧). ગાંધી માને છે કે અંગ્રેજોએ હિં દની સ્વતંત્રતા નથી છીનવી પણ હિં દીઓએ પોતે જ પોતાની હિં દની સભ્યતા, સંસ્કૃ તિ છોડી, અંગ્રેજોની નકલ કરી પોતાના હાથે જ અંગ્રેજોના હાથમાં સ્વતંત્રતાને ધરી દીધી છે. તેઓ લખે છે : ‘હિં દુસ્તાન અંગ્રેજ ે લીધું એમ નથી, પણ આપણે તેમને દીધું છે. હિં દુસ્તાનમાં તેઓ પોતાના બળે નથી ટકી શક્યા, પણ આપણે તેઓને રાખ્યા છે.’ (પૃ. ૪૫). આ અર્થમાં ગાંધીની સ્વરાજની વ્યાખ્યા અતિશય મૌલિક છે. હિં દુસ્તાનને અંગ્રેજ બનાવનારું સ્વરાજ ગાંધીને બિલકુ લ ખપતું નહોતું. ‘સ્વરાજ’ શબ્દને રાજનૈતિક અર્થચ્છાયામાંથી મુક્ત કરી, ગાંધી એને આર્થિક, નૈતિક કહો કે આધ્યાત્મિક પરિમાણ આપે છે. કદાચ એટલે જ ગાંધીની આ વાતો હિં દ પૂરતી મર્યાદિત ન રહે તાં સમગ્ર માનવજાતને આવરી લે છે. અંગ્રેજોનો જુ લમ ન જોઈએ એવું કહે તા ગાંધી દેશી રાજાઓના જુ લમને नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

પણ વખોડે છે. જણેજણનું સ્વરાજ ગાંધીને મન ખરું હિં દ સ્વરાજ છે. ઇટાલીના દાખલાથી ગાંધી સમજાવે છે કે, ‘અંગ્રેજો જાય એટલું પૂરતું નથી. પ્રજા સાચા અર્થમાં સ્વતંત્ર થવી જોઈએ…’ આજ ે આપણને ગાંધીની વાત સાવ સાચી લાગશે. વર્ષોનાં વહાણા વાઈ ગયાં અંગ્રેજોને ગયે… પણ આપણી દશા ઇટાલીથી બહુ સારી નથી જ થઈ. હિં દ સ્વરાજની રજૂ આત ગાંધીએ સંવાદપદ્ધતિથી કરી છે. એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે : સરળતાની ખાતર લખાણને वाचक અને अधिपति વચ્ચે સંવાદ હોય એવા રૂપમાં આપ્યું છે. આ શૈલી બાબતે કાંતિભાઈ શાહ એવું નોંધે છે : ‘હિં દ સ્વરાજની મૂળ વાતને ન પકડી શકવામાં તેની શૈલી અને રજૂ આતનું સ્વરૂપ પણ કારણભૂત બને છે. એ વાચક અને અધિપતિ (તંત્રી) વચ્ચેની વાતચીતના સ્વરૂપે લખાયેલું છે. કઠણ વિષયોને સરળ બનાવવાની આ સારી રીત છે, પરં તુ એને લીધે તે અઘરું પણ બન્યું છે. આને લીધે ક્યાંક ક્યાંક એવું બને છે કે મૂળ વાત અન્ય વિગતો, ચર્ચાઓ, દલીલો વગેરેમાં અટવાઈ જાય અને ઝટ પકડી શકાતી નથી.’ (કાન્તિ શાહ પૃ. ૬). જોકે હં ુ કાંતિભાઈની આ વાત સાથે સંમત થઈ શકતી નથી. મને તો આ સવાલજવાબશૈલીને કારણે જ આ પુસ્તક બહુ ગમી ગયેલું નાનેથી. આવી શૈલીને કારણે ભાવક સક્રિય રીતે ભાગીદાર થાય છે. वाचकના પ્રશ્નોમાં ભાવક પોતાના પ્રશ્નોનો પડઘો પડતો જુ એ છે. એટલે જવાબ માટેની એની આતુરતા વધે છે, એનું વાચન વધુ સઘન બને છે અને પરિણામે વાતની વિશદતા વધે છે. આમ તો સવાલ અને જવાબ બંને ગાંધીજી દ્વારા જ લખાયેલ છે. જ ે જ ે બાબતો વિશે એમને પોતાનાં મત-માન્યતા-પ્રતીતિ વ્યક્ત કરવાં છે તેની સામે ઉપસ્થિત થયેલી ને થનારી શંકાઓ, વાંધા, વિરોધોને anticipate (અનુમાન) કરીને वाचकના 283


માધ્યમથી રજૂ કરે છે. અને પછી अधिपति તરીકે જવાબ આપે છે. આ આખી રમત એટલા તાટસ્થ્યથી રજૂ થઈ છે કે એવો આભાસ થાય છે જાણે સવાલ પૂછનાર અને જવાબ આપનાર બેઉ જુ દી વ્યક્તિ ન હોય! અધિપતિના જવાબો વાચક તરત સ્વીકારી લે છે એવુંય નથી. ‘મારે વિચારવું પડશે’, ‘તમારા કહે વા પર ધ્યાન આપવું પડશે’, ‘એકદમ બધું ગ્રહણ કરાય એમ તમે નહીં માનો. એવી આશા પણ નહીં રાખતા હો…’ જ ેવા વળતા જવાબો પણ આપે છે. ગાંધી વાચક પાસે જ ે પ્રતિપ્રશ્નો કરાવે છે તેના પરથી કહી શકાય કે આ માણસને વિશાળ પ્રજામાનસ પારખતાં આવડતું હતું. દલીલોમાં અંતિમે પહોંચી જાય, તાર્કિક જવાબ ન સૂઝે ત્યારે ગાંધી કેવા મજા પડે એવા ચાલાક જવાબો આપે છે તેનો એક નમૂનો જુ ઓ : અધિપતિ : સંચાનો ગુણ તો મને એકે યાદ નથી આવતો, અવગુણથી તો ચોપડી ચીતરી શકું છુ .ં વાચક : આ બધું લખેલું સંચાની મદદથી છપાશે, તેની મદદથી વહેં ચાશે, એ સંચાનો ગુણ કે અવગુણ? અધિપતિ : ઝેરથી ઝેરનો નાશ થવાનો આ દાખલો છે. એ કંઈ સંચાનો ગુણ નથી. સંચો મરતાં મરતાં બોલી જાય છે કે સંભાળજો ને ચેતજો; મારામાંથી તમે લાભ નથી લેવાના…’ (પૃ. ૧૦૩) દરે ક સવાલના જવાબમાં દૃષ્ટાંતો આપીને, સરખામણી કરીને વાતને ગળે ઉતારવા મથામણ થઈ છે. દા. ત., વાચક જ્યારે હિં દના દાદાએ વળી શો ઉપકાર કર્યો? — એવું પૂછ ે છે ત્યારે ગાંધી કહે છે : ‘તેમણે પોતાની જિંદગી હિં દને અર્પણ કરી છે. હિં દનું લોહી અંગ્રેજો ચૂસી ગયા એ શીખવનાર માનવંતા દાદાભાઈ છે… જ ે પગથિયેથી આપણે 284

ચડ્યા છીએ તે પગથિયાને પાટુ ં ન મારવી એ ડહાપણ છે…’ (પૃ. ૨૭). ગાંધી પગથિયું, સીડી, બાળપણ, યુવાની વગેરેનાં દૃષ્ટાંતો દ્વારા કઈ રીતે દાદાભાઈનું કામ પાયાના પથ્થર જ ેવું છે તે વાચકને ગળે ઉતારે છે. એકાદ લીટીમાં ગાંધી મોટી વાત કરી શકે છે. કૉંગ્રેસે એ સમયે સંગઠનની દૃષ્ટિએ કેવું મહત્ત્વનું કામ કર્યું હતું તેની નોંધ લેતા ગાંધી નોંધે છે : ‘કૉંગ્રેસે જુ દા જુ દા ભાગમાં હિં દીઓને એકઠા કરી તેઓને ‘એક પ્રજા છીએ’, એવો જુ સ્સો આપ્યો… કૉંગ્રેસે સ્વરાજનો રસ હિં દને ચખાડ્યો. (પૃ. ૩૦) અધિપતિ વાચકને ટોકે છે, ટપારે છે, ધમકાવે પણ છે : ‘તમે અધીરા થયા છો. મારાથી અધીરાપણું નહીં ચલાવી લેવાય.’ (પૃ. ૨૭). ‘તમને કંટાળો આવ્યો છે તે તમારી ઉતાવળી પ્રકૃ તિ બતાવે છે.’ (પૃ. ૨૮). અધિપતિ વાચકને જુ દી જુ દી બાબતે ટોકે છે તેમાં કેટલુંય એવું છે જ ે આજના સમયે પણ પ્રસ્તુત છે. દા. ત., ‘આપણામાંથી માન આપવાની ટેવ જાય ત્યારે આપણે નકામા થઈ પડવાના. સ્વરાજ એ પીઢ માણસો ભોગવી શકે છે, નહીં કે ઉચ્છૃંખલ માણસો…’, ‘આપણા વિચાર પ્રમાણે ન વર્તે તે દેશના દુશ્મન છે, એમ ગણી લેવું એ ખરાબ વૃત્તિ છે…’ (પૃ. ૨૮). ‘જો હિં દુસ્તાન અંગ્રેજી પ્રજાની નકલ કરે તો હિં દુસ્તાન પાયમાલ થઈ જાય એવો મારો તો ખાસ વિચાર છે…’ (પૃ. ૪૦) અહિં સા બાબતે એમના વિચારો ત્યારે પણ કેટલા સ્પષ્ટ હતા? યુદ્ધો અને હથિયારોની વાત કરતા તેઓ કહે છે : ‘દુનિયામાં આટલા બધા માણસો હજુ છે એ જણાવે છે કે દુનિયાનું બંધારણ હથિયારબળ ઉપર નથી, પણ સત્ય, દયા કે આત્મબળ ઉપર છે.’ (પૃ. ૮૪). ‘સત્યાગ્રહ’ બાબતે દુનિયાને નવો રસ્તો બતાવનાર ગાંધી એનો પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં કરી ચૂકેલા. સત્યાગ્રહ આપભોગ માગે છે, આત્મબળ માગે છે એવું કહે તાં ગાંધી [ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


સ્પષ્ટતા કરે છે કે, ‘આપણને અન્યાયી લાગે તે કાયદાને માન આપવું એ નામર્દાઈ છે એ લોકો શીખી લે તો પછી આપણને કોઈનો જુ લમ બંધન કરી શકતો નથી. તે સ્વરાજની ચાવી છે.’ (પૃ. ૮૭). અણગમતા કાયદા પ્રમાણે ચાલવાને ગાંધી નાર્મદાઈ માને છે. (પૃ. ૮૬). સાથે એવી સ્પષ્ટતા પણ કરે છે : ‘મનમાં એવો વહે મ પણ ન લાવો કે આપણને સ્વરાજ મળવામાં દારૂગોળાની જરૂર છે.’ (પૃ. ૧૦૪) કેળવણી બાબતે તો ગાંધી પછીથી કહે તા જ રહે લા. હિં દ સ્વરાજ લખતી વેળાએ પણ એમનામાં અમુક સ્પષ્ટતા તો હતી જ જ ેને પછીથી આપણે બુનિયાદી કેળવણી તરીકે ઓળખી. તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે : ‘કરોડો માણસોને અંગ્રેજી કેળવણી દેવી તે તેઓને ગુલામીમાં નાખવા બરાબર છે.’ (પૃ. ૯૬). માતૃભાષામાં જ કેળવણી અપાય તેવું માનતા ગાંધીજી અંગ્રેજી ભાષામાં જ ે જ્ઞાન-વિજ્ઞાન છે તેની જરૂર નહીં પડે એવા વહે મમાં નથી. કામમાં અંગ્રેજી પુસ્તકોનો તરજુ મો કરવાની એ સલાહ આપે છે. (પૃ. ૯૮). ગાંધી આ સમયે પણ ભાષાજ્ઞાન બાબતે સ્પષ્ટ વિચારો ધરાવતા હતા : ‘દરે ક કેળવાયેલા હિં દીને સ્વભાષા, હિં દુને સંસ્કૃ ત, મુસલમાનને અરબી, પારસીને પર્શિયનનું અને બધાને હિં દીનું જ્ઞાન હોવું જોઈએ. કેટલાક હિં દુએ અરબી અને કેટલાક મુસલમાને તથા પારસીએ સંસ્કૃ ત શીખવું જોઈએ.’ (પૃ. ૯૮). આખા હિં દુસ્તાનને હિં દી તો આવડતી જ હોવી જોઈએ એવું કહે તા ગાંધી સમજતા હતા કે પ્રજાકીય એકતામાં ભાષા ચાવીરૂપ રોલ ભજવે છે. ગાંધી રોમૅન્ટિક સ્વપ્નદૃષ્ટા નથી. એમણે સભાનપણે આ પ્રકારની સંવાદશૈલી અને આવી સરળ ભાષા પ્રયોજી છે. એ સામાન્ય લોકસમૂહ સાથે વાત કરી રહ્યા છે એટલે એમણે સમૂહની नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

લોકભાષા જ પ્રયોજવી પડે. અહીં વિચાર-ચિંતન કોઈ વિદ્વાનને હં ફાવે એવું છે. કહો કે અહીં સાદ્યંત શાસ્ત્રાર્થ છે. પરં તુ શાસ્ત્રની ભાષા-પરિભાષા અહીં સંપૂર્ણપણે ગેરહાજર છે. ‘કોશિયો પણ સમજી શકે’ એવો ગાંધીજીનો આદર્શ આ પુસ્તકમાં આપણી અપેક્ષા કરતાં અનેકગણી વધારે સફળતાથી સિદ્ધ થતો જોઈ શકાય છે. આ ભાષા સાદી, સરળ પણ બળૂકી છે. આરપાર ઊતરી જાય એવી વેધક અને સ્પષ્ટ છે. શૈલી નિરાડંબર છે. આંજી નાખતી શબ્દરમત કે અલંકારોની ભભક વગરની શૈલી છે ને તોય ધાર્યું નિશાન તાકે છે. આ સાદાઈ જ આ પુસ્તકનો સૌથી મોટો ગુણ બની ગઈ. હિં દ સ્વરાજમાં ભાષાનું જ ે પોત છે તે પંડિતો કદાચ સિદ્ધ ન કરી શકે. આટલી સરળતાથી આવા મોટા વિષયને વિશાળ પ્રજાસમૂહ સુધી પહોંચાડવાનું કામ એક સાચો લોકશિક્ષક, એક સાચો લોકનેતા જ કરી શકે. ગાંધીજીએ એમના આ સંવાદમાં અંગ્રેજી શબ્દોને લગભગ બહાર જ રાખ્યા છે. અનિવાર્યપણે એવા અડધોએક ડઝન પ્રયોગો કરવા જ પડ્યા છે ત્યાં ‘ ’ અવતરણ રૂપે ગુજરાતી પર્યાય સહિત જ પ્રયોગમાં લીધા છે. ગુજરાતી ભાષામાં સંસ્કૃ ત શબ્દો પ્રવેશે એ તો સાવ સહજ. તે છતાં આખી પુસ્તિકામાં લોકસમૂહને અપરિચિત હોય એવો એક પણ સંસ્કૃ ત શબ્દપ્રયોગ થયો નથી. ઝીણી નજરે અપવાદ બતાવવો જ હોય તો ૪૨મા પાના પર ‘બહિર્’ અને ‘સાર્થક્ય’નો નિર્દેશ કરી શકાય. આ શાસ્ત્રાર્થ છે એથી ભાષામાં તર્કશુદ્ધ દલીલો આવે જ. પણ ગાંધીજીએ કશે પણ એમની ભાષાને ભારે ખમ બનવા નથી દીધી. આપણી આસપાસ, ચોરે ચૌટે, ભણેલઅભણ તમામ જ ે ભાષા પ્રયોજ ે છે તે જ ભાષા આ તર્કબદ્ધ દલીલોમાં પ્રયોજાઈ છે. અને તોયે વિચારની રજૂ આતમાં એટલું બળ છે કે સામાના મનમાં સોંસરવી ઊતરી જાય. ભાષાની સાદગી 285


સાથે એમાં આવતા રૂઢપ્રયોગો, બોલચાલના શબ્દો, દરે ક જટિલ વાતને સમજાવવા યોજ ેલાં દૃષ્ટાંતોથી કથન વધારે સોંસરવું બન્યું છે. ક્યાંય અટપટા વાક્યો જોવા નથી મળતાં. આવું ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ પણ જટિલ કે તાત્ત્વિક વિચાર તે વ્યક્તિને સ્પષ્ટ દર્શન રૂપે આત્મસાત્ થયો હોય. એટલે જ ગાંધીને કોઈ તર્કછળ, કોઈ સંદિગ્ધ પ્રયોગ, કોઈ પ્રકારના શૈલીવેડાની જરૂર નથી પડી. કોઈ શોરબકોર કે બૂમબરાડા વગર ભાર દઈને કહે વાયેલી વાતનો પ્રભાવ વધુ પડે છે તે હિં દ સ્વરાજ પુરવાર કરે છે. કોઈને પ્રશ્ન થઈ શકે કે કેમ ચિંતકોને, વિદ્વાનોને આ પુસ્તકમાં આટલો રસ પડ્યો? એની એવી સાહિત્યિક ગુણવત્તા ખરી? કેમ આ પુસ્તકની ૩,૭૬,૦૦૦ પ્રત વેચાઈ ૨૦૧૫ સુધીમાં? છે શું એમાં એવું? ગાંધીએ આ એક જ પુસ્તક અંદરના પ્રબળ ધક્કાથી પ્રેરાઈને લખ્યું છે અને આ એકમાત્ર પુસ્તક એમણે પ્રશ્નોત્તરશૈલીમાં લખ્યું છે. એમણે સભાનપણે આવી શૈલી પસંદ કરી હોય એવું લાગે. વ્યંગ કે કટુતા લેશમાત્ર નહીં ને તે છતાં તમે એનો Tone તો જુ ઓ! પ્રશ્નો અને પ્રતિપ્રશ્નો દ્વારા એ જાણે કે લોકોને એક space આપે છે. જ ે પ્રતિપ્રશ્નો ગાંધી વાચક વતી ઊભા કરે છે તે દર્શાવે છે કે, આ માણસ ભારતીય જનમાસને કઈ હદે પામી ગયેલો. એક સાચો લોકનેતા પોતાના સમાજને બરાબર ઓળખતો હોય. ગાંધી આવા લોકનેતા હતા એવું હિં દ સ્વરાજની ભાષા અને સ્વરૂપ બંને કહે છે. આમ જુ ઓ તો ૧૯૦૮માં આપણે ત્યાં હજી તો પંડિતયુગનો પ્રભાવ પૂરા દબદબા સાથે પ્રવર્તમાન હતો. પરં તુ હિં દ સ્વરાજની સાદી અને સરળ ભાષા જાણે કે હવે પછી શરૂ થનાર

ગાંધીયુગનાં એંધાણ આપે છે. પંડિતયુગે ચિંતનની ભૂમિકાએ વધુ કામ કર્યું છે. ત્યાં સંસ્કૃ તિબોધની વાત વધુ થઈ છે જ્યારે હિં દ સ્વરાજ સમાજબોધની વાત કરે છે. ગાંધી દૃષ્ટાંતો પણ વ્યવહારજીવનમાંથી, સમાજમાંથી જ લે છે, અહીં સંબોધન કોઈ નાના સમૂહને નથી, અહીં તો સમગ્ર હિં દુસ્તાની પ્રજાને થયેલું સંબોધન છે અને જો સાંભળવો હોય તો એમાં વૈશ્વિક સુર પણ સંભળાશે. હિં દ સ્વરાજ પહે લાં ગુજરાતી ભાષા આટલી વિશાળ ભૂમિકાએ કદી નો’તી પ્રયોજાઈ. અનેક સ્તરીય પ્રત્યાયન કઈ રીતે સાધી શકાય તેનો આદર્શ નમૂનો અહીં જોવા મળે છે. સાવ સામાન્ય માણસથી માંડીને મોટા મોટા વિદ્વાનો સુધી ગાંધી પોતાની વાત સંક્રાન્ત કરી શક્યા છે. ગાંધી સામે પ્રત્યાયન માટે કોઈ પૂર્વનિર્ધારિત વિશિષ્ટ વર્ગ ન હતો. એક વિશાળ પ્રજાસમૂહ સાથે પ્રજાઉત્કર્ષ માટે, રાષ્ટ્રીય ચેતના જગાડવા માટે ભાષાનું માધ્યમ જરૂરી હતું. સેંકડો વર્ષોમાં આવું એકાદ વાર જ બનતું હોય છે કે આખા દેશમાં આવો એકાદ અવાજ પહોંચતો હોય અને લોકો એકકાન થઈ એને સાંભળતા હોય, ગાંધી જાણે કે ભાષા વડે ક્રાન્તિ સર્જી રહ્યા હોય એવું લાગે. જ ે સાદગી અને સરળતા ગાંધીના વ્યવહારમાં, વ્યક્તિત્વમાં છે તે જ સાદગી એમની ભાષામાં પણ છે. લોકસમૂહ સાથે લોકોની ભાષામાં વાત માંડતા ગાંધીની ભાષાને કોઈ અણઘડ કહે તો એની સાથે જરા પણ સંમત થઈ શકાય એમ નથી. જરા કલ્પના તો કરો કે હજી બીજાં છ વર્ષ પછી હિં દમાં પગ મૂકવાનો હતો તે માણસ હિં દના આત્માની ભાષા બોલે છે! [ક્રમશઃ] [પરબ, જુ લાઈ-2018માંથી] 

286

[ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


લોકશાહીને પ્રગતિને પંથે ચડાવવાનો પ્રયાસ પ્યારે લાલ ગત્ અંકમાં આપણે જાણ્યું કે નવ સ્વતંત્ર થયેલા દેશમાં કેવી રીતે પરિસ્થિતિ ગાંધીજીએ કલ્પેલા સ્વરાજના સ્વપ્નથી તદ્‌ન વિપરીત બને છે અને જ ે નેતાઓ ગાંધીજીના માર્ગે ચાલીને સ્વતંત્રતા સુધી પહોંચ્યા હતા, તેઓ હવે સત્તાસ્થાને પહોંચવા ગાંધીમાર્ગથી વિમુખ થઈ રહ્યા હતા. ગાંધીજીનાં અંતિમ વર્ષો અને એ દરમિયાનના હિન્દુસ્તાનના ઇતિહાસનું સૂક્ષ્મતાથી વર્ણન કરનાર પ્યારે લાલે આ વિકટ પરિસ્થિતિનો ભાર ઉઠાવતી પ્રજા અને એ પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ નિવડેલાં નેતાઓનાં વલણ વિશે લાસ્ટ ફે ઝ (અનુવાદ પૂર્ણાહૂતિ : મણિભાઈ ભ. દેસાઈ)પુસ્તકના ૧૮૯૯ • ૧૯૮૨ અંતિમ ભાગમાં ખૂબ ચોટદાર રજૂ આત કરી છે. હવે આગળ સ્વરાજના છિન્ન-ભિન્ન થતાં સ્વપ્ન, ગાંધીજીની પીડા, નવ સ્વતંત્ર થયેલી પ્રજાની અપેક્ષાઓ અને સત્તાના મોહમાં અટવાતા નેતાઓની વધુ વાત. …

બ્રિટિશ અમલ નીચે દમન અને નિષ્ફળતાના લાંબા ટૂંકમાં, શહે રનું રાજકીય તેમ જ સામાજિક પ્રભુત્વ ઇતિહાસ બાદ, ભારત સરકારે આરં ભમાં જ રાજ્ય દ્વારા આયોજન કરવા માટેની નબળાઈ કેળવી. એ નબળાઈ કેવળ ભારત સરકારની જ ખાસિયતરૂપ હતી, એવું હરગિજ નથી અને પછી તો, “ચાંપ દબાવવાની” પદ્ધતિને અનુસરી તે દ્વારા સમૃદ્ધિ તથા સામર્થ્ય પ્રાપ્ત કરવા માટેની તાલાવેલી જાગી. મોટી મોટી અનેક યોજનાઓ ઘડાવા લાગી, તેની રૂપરે ખાઓ દોરાવા લાગી, તેના નકશાઓ ચીતરાવા લાગ્યા. મોટા ભાગના આગેવાનો અને નોકરિયાતો જ ેમાંથી આવ્યા હતા તે કેળવાયેલા તેમ જ બુદ્ધિશાળી નગરવાસી વર્ગના લોકોએ, એ વસ્તુ ઉત્સાહપૂર્વક વધાવી લીધી. નગરવાસી બુદ્ધિજીવી લોકોને આવા પ્રકારનાં આયોજન માટે જાદુઈ આકર્ષણ હોય છે; તેને તેઓ ટાળી શકતા નથી. એથી તેઓ વિશિષ્ટ અધિકારોને દેશપ્રેમનું તથા શહે રી મૂલ્યો સંતોષવાની જોગવાઈને અને જ ેમાં તેઓ ઊછર્યા અને પરિણામે જ ે તેમના ઉપર સવાર થઈને બેઠી એવી છીછરી અને કૃ ત્રિમ રહે ણીકરણીને પ્રગતિનું નામ આપી શકે છે. ગામડાંમાં વસતી જનતાને, ઐચ્છિક મજૂ રી પૂરી પાડવા દ્વારા સંસ્કારિતાની અને સુધારાની શહે રની સપાટીએ ચડવાની પૂરેપૂરી તકો મળશે. नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

તથા જ ેનો શાસક વર્ગ બનેલો છે તે કેળવાયેલા અને બુદ્ધિજીવી લોકોને સત્તા અને જ ેની ભારે લાલસા સેવવામાં આવે છે એવા અનેક ગેરવાજબી લાભોની પ્રાપ્તિ એવો એનો અર્થ થયો. એમ તો, ગઈ સદીના આઠમા દશકાના આરં ભમાં કેટલાક બ્રિટિશ અમલદારો પણ પોતાને “સમાજવાદી” તરીકે ઓળખાવતા હતા અને બ્રિટિશરોએ હિં દમાં વિશાળ પાયા ઉપર બાંધેલી નહે રો તથા રે લવેઓને “અમલી સરકારી સમાજવાદ”ના વિજય તરીકે દર્શાવતા હતા! એમાંના એકે તો, પછીથી, હે નરી જ્યૉર્જ સોસાયટી નામની સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલા પોતાના પુસ્તકમાં ખૂબ ગવાઈ ચૂકેલા, પરસેવા અને મહે નત-મજૂ રી ઉપરના કરરૂપ જમીન મહે સૂલનો, હે નરી જ્યૉર્જના “એક કર”ના સિદ્ધાંતને વાજબી ઠરાવવા માટે દૃષ્ટાંત તરીકે ઉપયોગ કર્યો હતો! કૉંગ્રેસે ભૂતકાળમાં બ્રિટિશ સરકારના માબાપશાહી રાજ્યઅમલના અનિષ્ટને વખોડી કાઢ્યું હતું. એ વસ્તુએ, પ્રજાના પુરુષાર્થને હણ્યો હતો, તેમની નિષ્ક્રિયતાને તથા પોતાની સ્થિતિમાં કશો પણ સુધારો કરવા માટે બહારની સત્તા ઉપર લાચારીપૂર્વક આધાર 287


ફ્રાંસની બુર્બોવંશી એક રાજકુંવરી વિશે એવી વાત પ્રચલિત છે કે પૅરિસવાસીઓનું એક ટોળું રોટીને માટે પોકાર કરે છે એમ તેને જણાવવામાં આવ્યું ત્યારે, એ વસ્તુ તે સમજી જ શકી નહીં અને પૂછ્યું કે, તેમને રોટી નથી મળતી તો પછી એ લોકો પૂરી શા માટે નથી ખાતા?

રાખવાની તેમની ટેવને વધારે ઊંડી કરી હતી. પણ કૉંગ્રેસી આગેવાનો પોતે જ સરકાર બન્યા, ત્યારે “વેલફે ર સ્ટેટ’ એટલે કે, કલ્યાણ રાજ્યના ફૅ શનેબલ નામે, અગાઉ તેમણે જ ે વસ્તુને વખોડી કાઢી હતી તે જ તેઓ કરવા લાગ્યા. પરદેશી શાસન નીચે વસ્તુસ્થિતિ ચાહે તેવી હતી, પણ સત્તા તેમના હાથમાં આવતાં બાજી પલટાઈ જશે અને બધું જ બરાબર થઈ જશે, એમ તેઓ ખાતરીપૂર્વક માનતા હતા. એથી જુ દી કશી પણ સલાહસૂચના તેમને આપવામાં આવે તો એને દેશભક્તિ અને દેશસેવાની તેમની ભૂતકાળની કારકિર્દીની નાલેશીરૂપ લેખીને તેઓ તેની સામે અણગમો દર્શાવતા હતા. ગાંધીજી અકળાતા હતા. સર્વસામાન્ય અનુભવ એવો છે કે, જ્યાં આગળ રાજ્ય ઉપર વધુ ને વધુ આધાર રાખવામાં આવે ત્યાં અનિવાર્ય રીતે “લોકો સારા બીડ તરફ દોરી જવા માટે સદા ભરવાડ પર આધાર રાખનાર ઘેટાંના ટોળા જ ેવા બની જાય છે; ભરવાડની લાઠી લોહદંડ બની જાય છે અને ભરવાડો વરુઓના રૂપમાં પલટાઈ જાય છે.” આઝાદી માટેની લડતની પરં પરામાં ઊછરે લા કૉંગ્રેસના આગેવાનો, તેમના હોદ્દાની મુદત દરમિયાન અથવા તેમના જીવનકાળ દરમિયાન, કેન્દ્રીય 288

આયોજનના પાયામાં જ રહે લા નોકરશાહીકરણ અને સર્વસત્તાવાદી વલણ જ ેવાં કેટલાંક બૂરામાં બૂરાં અનિષ્ટોને અંકુશમાં રાખવાને સફળ થાય, એ વાત માન્ય રાખીએ તોયે, તેમનાથી ભિન્ન પ્રકારની પરં પરામાં ઊછરનારા તેમના અનુગામીઓ, તેઓ જ ેના અંગભૂત હોય તે પદ્ધતિને વશ નહીંવત્ એની બાંયધરી શી? પદ્ધતિ હમેશાં માણસના કરતાં વધારે પ્રબળ નથી હોતી? ગાંધીજી, લોકહિત નજરમાં રાખીને કાર્ય કરનાર પરદેશી નોકરશાહી નીચે, રાજ્યની પ્રવૃત્તિનું ક્ષેત્ર વિસ્તારવાના જ ેટલા કટ્ટર વિરોધી હતા તેટલા જ કલ્યાણ રાજ્ય નીચે પણ તે વિસ્તારવાના વિરોધી હતા. તેમણે લખ્યું છે, “સ્વરાજ એટલે સરકારના નિયમનથી સ્વતંત્ર થવાનો નિરં તર પ્રયાસ, પછી તે સરકાર પરદેશી હોય કે રાષ્ટ્રીય હોય. જીવનની હરે ક વિગતના નિયમન માટે પ્રજા જો સ્વરાજ સરકાર પર જ નજર રાખ્યા કરે તો એ સ્થિતિ દુઃખદ છે.” તેઓ વધુમાં લખે છે : “રાજવહીવટ જ્યાં પરદેશીઓના હાથમાં હોય ત્યાં, પ્રજાને જ ે કંઈ મળે છે તે ઉપરથી મળે છે અને એ રીતે તે વધુ ને વધુ પરવશ બનતી જાય છે. જ્યાં રાજવહીવટ પ્રજાની ઇચ્છાના વિશાળ પાયા પર નિર્ભર હોય ત્યાં બધું જ નીચેથી ઉપર જાય છે અને તેથી તે લાંબા કાળ સુધી ટકે છે. તે રૂડુ ં હોય છે અને પ્રજાને શક્તિશાળી બનાવે છે.” ફ્રાંસની બુર્બોવંશી એક રાજકુંવરી વિશે એવી વાત પ્રચલિત છે કે પૅરિસવાસીઓનું એક ટોળું રોટીને માટે પોકાર કરે છે એમ તેને જણાવવામાં આવ્યું ત્યારે , એ વસ્તુ તે સમજી જ શકી નહીં અને પૂછ્યું કે, તેમને રોટી નથી મળતી તો પછી એ લોકો પૂરી શા માટે નથી ખાતા? એ જ પ્રમાણે, હિં દના ભદ્રલોકો પોતે ગામડાંમાં જઈને ગ્રામવાસીઓની વચ્ચે વસે નહીં અને પોતાની રહે ણીકરણી તેમની રહે ણીકરણીને અનુરૂપ બનાવે નહીં ત્યાં સુધી તેઓ ગ્રામવૃત્તિવાળા [ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


બને અને ગામડાંમાં વસતા ગરીબમાં ગરીબ લોકોને નજરમાં રાખીને વિચાર કરે તથા યોજના ઘડે એ શક્ય નથી. જાણ્યેઅજાણ્યે, પોતાના વર્ગની દૃષ્ટિથી વિચાર કરવાની ટેવ આપણને વળગેલી છે. આપણી આસપાસની પરિસ્થિતિ આપણી મનોવૃત્તિ ઘડે છે. ગાંધીજી લાંબા સમયથી વર્ગીય મનોવૃત્તિમાંથી મુક્ત થઈ ગયા હતા અને “પ્રગતિ”ના રૂપાળા નામથી વિભૂષિત કરવામાં આવેલા નગરવાસી બુદ્ધિજીવી વર્ગના લોકોના વિશિષ્ટ અધિકારો તથા હકો, તેમણે વિચારપૂર્વક તજી દીધા હતા. મનોવૃત્તિમાં અને રહે ણીકરણીમાં ગ્રામવાસી યા ખેડૂત બનવાનો તેમણે ખંતપૂર્વક પ્રયત્ન કર્યો હતો. લૉર્ડ લોધિયને—જ ે પાછળથી ઇંગ્લંડના યુનાઇટેડ સ્ટેટ્સ ખાતેના એલચી બન્યા હતા—૧૯૩૭ની સાલમાં તેમની મુલાકાતની માગણી કરી ત્યારે , જોકે બંને જણા એ વખતે મુંબઈમાં હતા તેમ છતાં, તેમણે લૉર્ડ લોધિયનને સેવાગ્રામ આશ્રમમાં આવીને મળવાનું આમંત્રણ આપ્યું, એ તેમની ખાસિયતરૂપ વસ્તુ હતી. લૉર્ડ લોધિયનને છેક સેવાગ્રામ સુધી આવવાની તકલીફ શાને આપી એવું ગાંધીજીને પાછળથી પૂછવામાં આવ્યું ત્યારે જવાબમાં તેમણે કહ્યું : “હં ુ તેમની સાથે જ ે શબ્દોમાં વાત કરવા માગતો હતો તે હં ુ મુંબઈમાં બિરલા ભવનમાં રહે તો હતો ત્યારે મારી જીભે ન આવત. વળી, સેવાગ્રામના વાતાવરણથી દૂરને સ્થાને તેઓ મારું કહે વું સમજી પણ ન શકત.” આયોજન વિશેના ગાંધીજીના વિચારો સ્વાભાવિક રીતે જ ભદ્રલોકના વિચારોથી ભિન્ન પ્રકારના હતા. આયોજન અંગેની બે દૃષ્ટિઓ છે. એક સત્તા અને પ્રતિષ્ઠા માટેનું આયોજન હોય છે અને બીજુ ં શાંતિ અને વિપુલતા માટેનું આયોજન હોય છે. કેન્દ્રિત આયોજન અથવા કેટલીક વાર જ ેને રાષ્ટ્રીય આયોજન કહે વામાં આવે છે તે, પહે લા પ્રકારમાં આવે છે. ગાંધીજી પાસે પણ આયોજન માટેની ફિલસૂફી હતી. પણ એ લોકોના नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

આયોજન અંગેની બે દૃષ્ટિઓ છે. એક સત્તા અને પ્રતિષ્ઠા માટેનું આયોજન હોય છે અને બીજું શાંતિ અને વિપુલતા માટેનું આયોજન હોય છે. કેન્દ્રિત આયોજન અથવા કેટલીક વાર જેને રાષ્ટ્રીય આયોજન કહેવામાં આવે છે તે, પહેલા પ્રકારમાં આવે છે. ગાંધીજી પાસે પણ આયોજન માટેની ફિલસૂફી હતી. પણ એ લોકોના જીવનનું આયોજન હતું અને તે તેમણે પોતે, તેમને ઉત્તમ લાગે તે રીતે, છેક તળિયેથી કરવાનું હતું

જીવનનું આયોજન હતું અને તે તેમણે પોતે, તેમને ઉત્તમ લાગે તે રીતે, છેક તળિયેથી કરવાનું હતું; તેમને માટે ઉત્તમ શું છે તેની બીજાઓની વિચારણા પ્રમાણે કરવામાં આવેલી યોજનાનો અમલ કરવો એ નહીં. એમાં શહે રો નહીં પણ ગામડાં કેન્દ્રસ્થાને હોય છે. દેશભક્તિની જ ેમ રાષ્ટ્રીયતા શબ્દનો પણ સારી પેઠ ે દુરુપયોગ થયો છે. ભૂતકાળમાં ઘણી વાર જનસાધારણના હિતને ભોગે અમુક વર્ગના લોકોનાં હિતો આગળ ધપાવવાને અર્થે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગાંધીજી તત્ત્વતઃ, દેશી અને પરદેશી હિતો વચ્ચેનો ભેદ માન્ય રાખવાનો ઇનકાર કરતા હતા. એ ખોટો ભેદ હતો. તેમણે કહ્યું છે કે, આઝાદ હિં દમાં “હિં દની કરોડોની મૂક આમજનતાનાં હિતોને હાનિકર્તા ન હોય તેવાં સઘળાં હિતો માન્ય રાખવામાં આવશે.” એથી ઊલટુ,ં એને હાનિકર્તા હોય એવા કોઈ પણ હિતને, “હિં દી” કે “રાષ્ટ્રીય” એવું લેબલ તેને લાગ્યું હોય એટલા ખાતર, પવિત્ર, એટલે કે જાળવી રાખવા પાત્ર, નહીં લેખી શકાય. ગોળમેજી પરિષદમાં તેમણે કહ્યું હતું તેમ, “… સંપન્નો અને અકિંચનો વચ્ચેની લડત હશે.” આલ્ડસ હકસ્લે સાયન્સ, લિબર્ટી ઍન્ડ પીસ 289


ભવિષ્યને વિશે આપણે સૌ એટલું જ જાણીએ છીએ કે, શું બનવાનું છે એ વિશે આપણે સંપૂર્ણપણે અજાણ છીએ. ખરેખર જે કંઈ બનવા પામે છે તે ઘણી વાર આપણે કલ્પ્યું હોય તેનાથી સાવ જુદું જ હોય છે. એટલે, લાંબા કાળ પછી બનવાના બનાવોની કલ્પનાના આધારે સેવેલી કોઈ પણ શ્રદ્ધા, વસ્તુતાએ સર્વથા ખોટી જ નીવડવાની

નામના પોતાના પુસ્તકમાં આધુનિક રાજકીય જીવન પર જ ેની અસર થવા પામી છે, તે પ્રગતિના સૂત્રને વિશેની શ્રદ્ધાને પરિણામે “આધુનિક, ઊંટ-વૈજ્ઞાનિક અને ઐહિક સ્વરૂપે” સજીવન થવા પામેલી પ્રાચીન કાળના યહૂદી તથા ખ્રિસ્તી લોકોની સતયુગ વિશેની કલ્પનાનો ઉલ્લેખ કરીને કહે છે : “માનવજાત તેના ઉજ્જ્વળ ભાવિને, સતયુગને આરે આવીને ઊભી છે… એમાં માનવશ્રમ ઘટાડનારાં યાંત્રિક સાધનો કોઈ ને કોઈ રીતે વધારે સારા અને વધારે તેજસ્વી માનવીઓ પેદા કરશે.” વધુમાં તેઓ જણાવે છે કે, “આધુનિક કાળના બધા જ સરમુખત્યારો, પછી તે સ્થિતિચુસ્ત પક્ષના હોય કે ઉદ્દામ પક્ષના હોય, સોનેરી ભાવિની, આવનારા સુવર્ણયુગની વાત કરતાં થાકતા જ નથી અને એ બધું તો ઉજ્જ્વળ ધ્યેય સિદ્ધ કરવા માટેનું સાધન છે.” એમ કહીને તે હરે ક વસ્તુનો બચાવ કરે છે, એ અતિશય સૂચક હકીકત છે. “પરં તુ ભવિષ્યને વિશે આપણે સૌ એટલું જ જાણીએ છીએ કે, શું બનવાનું છે એ વિશે આપણે સંપૂર્ણપણે અજાણ છીએ. ખરે ખર જ ે કંઈ બનવા પામે છે તે ઘણી વાર આપણે કલ્પ્યું હોય તેનાથી સાવ જુ દું જ હોય છે. એટલે, લાંબા કાળ પછી બનવાના બનાવોની 290

કલ્પનાના આધારે સેવેલી કોઈ પણ શ્રદ્ધા, વસ્તુતાએ સર્વથા ખોટી જ નીવડવાની.” આધુનિક યુગના દશકાઓ સુધીના અતિશય ઝીણવટભર્યા અપૂર્વ આયોજન પછી આજ ે આપણે નિકિતા ક્રુશ્ચોવને સોવિયેટ રશિયાની વડી ધારાસભા સમક્ષ એવી જાહે રાત કરતા જોઈએ છીએ કે, રશિયાના ઉદ્યોગોને દેશની “પગરખાંની તથા કપડાંની જરૂરિયાત સંપૂર્ણપણે પૂરી પાડતાં” હજી બીજાં પાંચ કે સાત વરસ લાગશે અને રશિયાની રહે ઠાણોની તીવ્ર તંગીનો અંત લાવતાં હજી દશ કે બાર વરસ લાગશે.” આલ્ડસ હકસ્લે કહે છે કે, “વધારે મહાન અને વધારે સારા ભાવિને વિશેની શ્રદ્ધા વ્યવહારમાં વર્તમાન સમયની સ્વતંત્રતાનો એક સૌથી પ્રબળ દુશ્મન છે.” પ્રધાનપણે ભવિષ્યને લગતી યોજનાઓને વિશે, ગાંધીજીને હાડોહાડ અવિશ્વાસ હતો. “આવતી કાલે શીરો મળશે” એવાં વચનોને તેઓ હમેશાં “આજનો રોટલો અને દૂધ”ના પલ્લામાં તોળી જોતા. ઉપરથી કરવામાં આવતું ભવ્ય આયોજન વર્ગીય વિશિષ્ટ અધિકારો જ ેમના તેમ ચાલુ રાખવા માટેના બહાનારૂપ બની જવાનું જોખમ હમેશાં રહે છે. નવા ભાગીદારો ઉમેરીને વિશિષ્ટ અધિકારોનું મોહક વર્તુલ મોટુ ં કરવું એ વિશિષ્ટ અધિકારો નાબૂદ કરવાનો માર્ગ નથી. સંપન્ન લોકોએ પોતાની પાસે જ ે કંઈ સંપત્તિ હોય તેમાં અકિંચનોને ભાગ ભરવા દેવાને જ નહીં પણ અકિંચનોની હાડમારીઓ દૂર ન થાય ત્યાં સુધી તેમાં ભાગ ભરવાને તથા સૌને જ ે મળી ન શકે તે છોડી દેવાનેયે તૈયાર રહે વું જોઈએ. સમાજરૂપી પિરામિડના ભોંયતળિયા પરના વિશાળ જનસમુદાયને ન મળતી પ્રાથમિક સુખસગવડો યોગ્ય સમયે તેમને મળી રહે શે, પણ એ વસ્તુને “પ્રગતિ”ની આગેકૂચમાં બાધારૂપ ન થવા દેવાય, એવા પ્રકારના બેપરવાઈભર્યા આત્મસંતોષને માટે પછી સ્થાન નહીં રહે . ગાંધીજી આગ્રહપૂર્વક કહે તા હતા કે, આયોજન પ્રજાની [ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


જરૂરિયાતોમાંથી ઉદ્ભવવું જોઈએ અને ગરીબમાં ગરીબ લોકોની ઉવેખવામાં આવેલી પ્રાથમિક જરૂરિયાતોથી તેનો આરં ભ થવો જોઈએ. તેમની એ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડતાં સુધી બીજુ ં બધું બંધ રહે વું જોઈએ. પ્રજાને વધારે અનુભવ મળે તથા તેનાં સાધનો વધવા પામે ત્યારે તેની ઇચ્છા હોય તો, તે પોતાના આયોજનમાં વધારે મહત્ત્વાકાંક્ષાભરી બાબતો ઉમેરી શકે છે. આવી જાતનું આયોજન, પ્રજાનાં સાધનોની સાથે આપોઆપ પોતાનો સુમેળ સાધે છે અને તે આગળ વધે છે તેમ તેમ સમૃદ્ધિ સાધવા માટેનો પોતાનો ખરચ સહે જ ે મેળવી લેતું જાય છે. પોતે શું કરવા ધારે છે અથવા પોતાને શું વેઠવું પડશે તેની પ્રજાને હરે ક પગથિયે જાણ રહે છે. સઘળી ધારણાઓને ઊંધી વાળે એવાં મોટાં સાહસો કે પારાવાર જોખમો એમાં હોતાં નથી. આર્થિક નવરચના કરતાં કરતાં, પ્રજાનું ચારિત્ર્ય ઘડવામાં પણ એ મદદરૂપ થાય છે અને એકમાત્ર પ્રજાના ચારિત્ર્ય ઉપર જ રાષ્ટ્રની સાચી સમૃદ્ધિના પાયા ટકી શકે છે. પોતાની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં ભાગ ભરવાની ક્રિયા સીધેસીધી આરોગ્ય, કૌવત અને બુદ્ધિમત્તામાં પલટાઈ જાય છે. “પ્રગતિ”ના ખ્યાલને અર્થે નબળામાં નબળાનો ભોગ આપવામાં આવે તેને બદલે, એમાં

“વધારે મહાન અને વધારે સારા ભાવિને વિશેની શ્રદ્ધા વ્યવહારમાં વર્તમાન સમયની સ્વતંત્રતાનો એક સૌથી પ્રબળ દુશ્મન છે.” પ્રધાનપણે ભવિષ્યને લગતી યોજનાઓને વિશે, ગાંધીજીને હાડોહાડ અવિશ્વાસ હતો. “આવતી કાલે શીરો મળશે” એવાં વચનોને તેઓ હમેશાં “આજનો રોટલો અને દૂધ”ના પલ્લામાં તોળી જોતા

તેના ઝળહળાટનો અનુભવ નબળામાં નબળો પણ કરી શકે છે. શાસક વર્ગના લોકો તથા ચડતાઊતરતા દરજ્જા ભોગવતા તેમના બગલિયાઓની ઉત્તરોત્તર વધતી જતી જમાત, પ્રગતિનાં ફળોનો ઉપભોગ સુરક્ષિતપણે કર્યા કરે , અને એ જ વખતે, ગરીબમાં ગરીબ લોકો, આવે કે ન આવે એવા, ધરતી પરના સૂચિત સ્વર્ગનો આનંદ મેળવવાની આશાએ પારાવાર મુસીબતો વેઠ્યા કરતા હોય અને બલિદાનો આપ્યા કરતા હોય, એને પ્રગતિ ન કહી શકાય. 

ગાંધીજીના અંતિમ દિવસોની વ્યથા અને હિન્દુસ્તાનના ભાગલા સંબંધિત અન્ય પુસ્તકો બિહાર પછી દિલ્હી મનુબહે ન ગાંધી

_ 250.00

દિલ્હીમાં ગાંધીજી ભાગૹ ૧ અને ૨ મનુબહે ન ગાંધી

_ 500.00

મહાત્મા ગાંધી, કાૅંગ્રેસ અને હિન્દુસ્તાનના ભાગલા લે. દેવચંદ્ર ઝા અનુ. અશોક ભ. ભટ્ટ

_ 100.00

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

મધરાતે આઝાદી યાને ગાંધીજીની હત્યાની કહાણી લે. લેરી કૉલિન્સ અને ડોમિનિક લાપિયેર (મૂળ અંગ્રેજી Freedom at Midnightનો) અનુ. ગોપાળદાસ પટેલ _ 100.00

291


નવજીવન

નવરૂપ. . . નવસંસ્કરણ. . . નવપ્રવેશ. . .

બાળકથી લઈને વૃદ્ધ ઉપવાસીથી લઈને આહારી વટેમાર્ગુથી લઈને વિશિષ્ટ સ્થળના મુલાકાતી અને ગાંધીજીમાં રસ ધરાવનાર સૌ દેશવાસી-વિદેશનિવાસીને આમંત્રે છે. . . નવજીવન મંગળવારથી રવિવાર, બપોરના 12:૦0થી રાત્રિના 9:00 •

દેશભરના કલાકારોને પોતાની કલાકૃ તિના પ્રદર્શન માટે વિશાળ સ્પેસ અને આદર્શ પ્રકાશવ્યવસ્થા પૂરું પાડતું પ્લૅટફૉર્મ એટલે સત્ય આર્ટ ગૅલેરી

• યુવાનોને ગાંધીવિચાર સાથે જોડતું એસ્થેટિક સ્થાન એટલે કર્મ કાફે • ગાંધીજી અંગે વાંચવા-વિચારવા-ચર્ચવા ને ગાંધીસાહિત્ય ખરીદવા માટેનો

મુક્ત માહોલ એટલે કર્મ કાફે

લેખકો, કવિઓ, સાહિત્યકારો, કર્મશીલોને કળા, સાહિત્ય, સાંપ્રત મુદ્ દે ચર્ચાવિચારણા કરવા માટેનું મોકળું મેદાન એટલે કર્મ કાફે

• મિત્રમિલન હોય કે પારિવારિક-સામાજિક મેળાવડો, ખુલ્લા આકાશ હે ઠળ

શુક્ર-શનિ-રવિ સાત્ત્વિક ભોજનનો આનંદ આપતી ગાંધીથાળી જમવાનું ઠેકાણું એટલે કર્મ કાફે

નવજીવનની વિકાસવાર્તાની મહત્ત્વની તારીખ અને તવારીખ રજૂ કરતું માણવાલાયક સ્થળ એટલે નવજીવન મ્યુઝિયમ

ÏÑÜàÝ”ÑÜÏÜÏÜÜØ ÃÜíÜ¢íÜÃÜÃÜß ÏÜ÷¶íÜÆÜâ±ÜÚ ™ÜüÃÜÜÃÜß ´ÜÜÓ៚ †ÃÜå ´ÜíÜÜÓ߃Ü

`ÃÜíÜ¢íÜÃÜ' †ÃÜå `ÑÜØÄÜ ‡ÝòÑÜÜ' †Ü ÏÜïÜßÃÜ ÆÜÓ “ÆÜÜ´ÜÜØ.



શિક્ષકોને … ગાંધીદૃષ્ટિ : મો. ક. ગાંધી “માણસને - મનુષ્યસમાજને પ્રાકૃતિક, સામાજિક, આર્થિક, રાજકીય, બૌદ્ધિક વગેરે સર્વ દાસ્યોમાંથી મુક્ત કરે , રસવૃત્તિને વિલાસમાંથી મુક્ત કરે , શક્તિને મદમાંથી મુક્ત કરે , આત્માને કૃ પણતા કે અહં કારના પંજામાંથી મુક્ત કરે , તે જ વિદ્યા – તે જ ‘કેળવણી.’” કાકાસાહે બે કેળવણીને જ ે રીતે વ્યાખ્યાયિત કરી છે તેના આ અંશ છે. કેળવણી વિશે જ્યારે આ પ્રકારનો મત હોય તો સ્વાભાવિક રીતે કેળવણી આપનારા શિક્ષકો વિશે તો કેટલી ઉચ્ચ અપેક્ષા સેવાતી હશે। આ અપેક્ષા પર શિક્ષકો ખરા ઊતરે તો જ વિદ્યાર્થીનું ઘડતર થાય અને રાષ્ટ્રના ભવિષ્યનો પાયો મજબૂત બને. ગાંધીજીએ કેળવણીની ધૂરા સંભાળનારા શિક્ષકોની વિદ્યાર્થીઓ તથા સમાજ પ્રત્યેની જવાબદારી અંગે અનેક ઠેકાણે કહ્યું-લખ્યું છે. 5, સપ્ટેમ્બરે શિક્ષકદિન છે, ત્યારે ગાંધીજીએ શિક્ષક વિશે જ ે કહ્યું છે, તે જાણીએ. …

શિક્ષણનું નિરંતર મનન : શિક્ષકનું કર્તવ્ય આપણે શિષ્યોમાં જો આપણો આત્મા રે ડવા ઇચ્છીએ તો તેઓના શિક્ષણનું જ મનન નિરં તર કરવું જોઈએ. તેઓની ઉપર રોષ ન કરીએ. આપણું, તેઓને સારામાં સારી ભાષામાં જે આપવાનું હોય તે દિન-પ્રતિદિન આપીએ તેમાં આપણો બધો કાળ ચાલ્યો જાય. વળી આપણે હમણાં તો પદ્ધતિનો પણ વિચાર કરવાનો રહ્યો. નવી રીતે જ બધું આપવાનું. આ તો હં ુ તમારી ને બધા શિક્ષકોની ભવિષ્યની જવાબદારીને અંગે લખી નાખું છુ .ં ભૂગોળ મેં નોખો વિષય ગણ્યો નથી. એથી મેં

લખ્યું છે કે, ઇતિહાસ શીખવે તે ભૂગોળ પણ શીખવે. છતાં હાલ જુ દું રાખવું યોગ્ય લાગે તો તેમ કરવું. અનુભવે ફે રફાર કરવા ઘટશે તો કરશું. બધા શિક્ષકોએ અઠવાડિયે એક વખત તો મળીને અરસપરસના અનુભવની આપલે કરી યોગ્ય ફે રફાર કરવા ઘટે તે કરવાની જરૂર રહે શે. શિક્ષણ પદ્ધતિમાં સમજુ વિદ્યાર્થીઓની સલાહ લેવી. તેઓની સૂચના માગવી, જરૂરનું જોઉં છુ .ં (ગાં. અ. 13 : 371)

…ત્યાં સુધી પ્રજાજીવન ઊછળવાનું નથી જ્યાં લગી દેશમાં વિદ્યાદાન ચારિત્ર્યવાન શિક્ષકોની મારફતે નહીં થાય, જ્યાં સુધી ગરીબમાં ગરીબ હિં દીને સારામાં સારી વિદ્યા પહોંચી શકે એવી સ્થિતિ નહીં હોય, જ્યાં સુધી વિદ્યા અને ધર્મનો સંપૂર્ણ સંગમ નહીં થયો હોય, જ્યાં સુધી વિદ્યાને હિં દની પરિસ્થિતિની સાથે સંબંધ નહીં જોડાયો હોય, જ્યાં સુધી પરભાષાની મારફતે શિક્ષણ આપી બાળકો અને જુ વાનોનાં મનની ઉપર અસહ્ય બોજો પડે છે તે દૂર કરવામાં નહીં આવ્યો હોય, ત્યાં સુધી પ્રજાજીવન કદી ઊછળવાનું નથી એ નિ:શંક છે. 294

શુદ્ધ રાષ્ટ્રીય શિક્ષણ તે તે પ્રાંતની ભાષા મારફતે અપાવું જોઈએ. શિક્ષકો ઉચ્ચ કોટિના હોવા જોઈએ. જ્યાં વિદ્યાર્થીને સ્વચ્છ હવાપાણી મળે, શાંતિ મળે, જ્યાં મકાન અને આસપાસની જમીન આરોગ્યના પદાર્થપાઠ આપતી હોય એવી જગ્યાએ શાળા હોવી જોઈએ અને જ ેમાંથી હિં દુસ્તાનના મુખ્ય ધંધાનું અને મુખ્ય ધર્મોનું જ્ઞાન મળી શકે એવી શિક્ષણ પદ્ધતિ હોવી જોઈએ. નવજીવન, 21-9-1919 (ગાં. અ. 16 : 150)

[ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


મારો અનુભવ એકવાર હં ુ પોતે શિક્ષકવર્ગનો જ હતો. હજી પણ હં ુ શિક્ષક છુ ં એવો દાવો કરી શકાય. મને શિક્ષણનો અનુભવ છે. મેં તેના અખતરાઓ કરી જોયા છે. એ કામ કરતાં કરતાં મને એમ લાગ્યું કે, જ ે પ્રજાના

શિક્ષકોએ પોતાનું પુરુષત્વ ગુમાવી દીધું છે તેવી પ્રજા કોઈ દિવસ ન ચડે. 29-9-1920 (કેળવણીનો કોયડો : 13)

રાષ્ટ્રીય શિક્ષણની સફળતાની શરત રાષ્ટ્રીય શિક્ષણની સફળતા માટે બીજી શરત છે સારા ચારિત્ર્યવાન શિક્ષકો. અહીંની હાઈસ્કૂલના મુખ્ય અધ્યાપક અને બીજા શિક્ષકો જ ેમણે ધર્મને અને દેશને અર્થે ત્યાગ કર્યો છે તેમને હં ુ મુબારકબાદી આપું છુ ,ં અને તેમની પાસે માગી લઉં છુ ં કે જ ે વૃત્તિથી તમે સ્વાર્થત્યાગ કર્યો છે તે જ વૃત્તિ હવેના કાર્યમાં વાપરજો. કાર્યમાં તન્મય થઈ જશો તો પૈસા તો સુલભ થઈ પડશે. તમારું

વ્યવસ્થાપક મંડળ સહે લાઈથી પૈસા મેળવી શકશે. સ્વચ્છ જમીન ઉપર બેસીને ભણવા છતાં રાષ્ટ્રીય શાળાના છોકરા બીજા છોકરાઓ સાથે હરીફાઈ કરી શકશે, અને શિક્ષકો ચારિત્ર્યવાન હશે તો સરકારની ભારે નિશાળો કરતાં રાષ્ટ્રીય શાળાઓના વિદ્યાર્થીઓ વિશેષ પુરુષાતનવાળા બનશે. નવેમ્બર, 2, 1920 (ગાં. અ. 18 : 387)

અધ્યાપકવર્ગની જવાબદારી તમે નવી કેડી પકડી છે, નવી દિશાએ તમારું વહાણ હં કાર્યું છે. તમે હિં દનું ભવિષ્ય ઘડી રહ્યા છો. …જ ેઓ બંગાળને સાચું ઓળખે છે તેમણે જોયું છે કે બંગાળીઓ પાછા પડનારા નથી. અને હં ુ તો ગાંઠ જ વાળી બેઠો છુ ં કે જ ે વિદ્યાર્થીઓ બહાર પડ્યા છે અને જ ેઓ આ સંસ્થામાં આવશે તેઓ કોઈ કાળે પાછા પડવાના છે જ નહીં. હં ુ એ પણ ઉમેદ રાખી રહ્યો છુ ં કે અધ્યાપકવર્ગ પણ તેટલો જ ઈમાનદાર નીવડશે. ગૂજરાત મહાવિદ્યાલય ખોલતી વેળાએ મેં કહે લું તે જ એમને ઉદ્દેશીને અહીં પણ તેટલા જ નમ્ર ભાવે હં ુ કહીશ કે તેમના જ ઉદ્યમ પરિશ્રમ અને તેમની જ અનન્યતા ઉપર

આ સંસ્થાની સફળતા કે નિષ્ફળતાનો આધાર રહે શે. આપણા પ્રિય દેશના ઇતિહાસના આવા અણીના કાળે નવજવાનોનાં અંત:કરણ ઘડવા માગનારને માથે જોખમદારીનો પાર નથી. એવી સ્થિતિ વચ્ચે અધ્યાપકવર્ગ જો ઊંઘે, સંશયાત્મા બને, ભાવિની ચિંતાથી ભીતિગ્રસ્ત થાય, તો વિદ્યાર્થીઓની શી દશા થાય? હં ુ પ્રાર્થના કરું છુ ં કે સર્વશક્તિમાન પ્રભુ આપણા અધ્યાપકવર્ગને ડહાપણ, હિં મત, શ્રદ્ધા અને આશાથી અડગ બનાવો. કલકત્તામાં રાષ્ટ્રીય કૉલેજના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા ભાષણમાંથી, ફે બ્રુઆરી 4, 1921 (ગાં. અ. 19 : 284)

શિક્ષણ એ શિક્ષકનો ધર્મ છે ત્યારે શિક્ષકની ગણના કઈ રીતે વધે? સાત લાખ ગામડાંમાં સાત લાખ શિક્ષકોના પગાર કોઈ વધારી नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

શકે? એટલા બધા શિક્ષકોના પગાર ન વધે? ને પગાર વધારવા આવશ્યક ગણાય તો થોડાં ગામડાંમાં 295


મોંઘા શિક્ષકો રાખી બીજાને શિક્ષણરહિત રાખી ચલાવી લેવું. એવું આપણે અંગ્રેજી રાજ્ય સ્થપાયા પછી કરતા આવ્યા છીએ. આ પદ્ધતિ ખોટી છે એમ આપણે જોઈએ છીએ. તેથી આપણે એવી યુક્તિ શોધીએ કે જ ેથી બધાં ગામડાંને પહોંચી વળીએ. તે યુક્તિ શિક્ષકોની કિંમત પગારથી ન આંકવાની ને શિક્ષકોએ પગારને ગૌણ ગણી શિક્ષણને પ્રધાનપદ આપવાની છે. ટૂંકામાં શિક્ષણ એ શિક્ષકનો ધર્મ ગણાવો જોઈએ. એ યજ્ઞ કર્યા વિના જ ે શિક્ષક જમે તે ચોર ગણાવો જોઈએ. એમ થાય તો શિક્ષકોની ત્રુટિ ન રહે ને તેમ છતાં તેમની

કિંમત કરોડપતિના કરતાં કરોડ ગણી વધારે ગણાય. શિક્ષક પોતાની ભાવના બદલી એ સ્થાન આજ ે ભોગવી શકે છે. શિક્ષકો આજીવિકાને ભૂલી શિક્ષા આપવાના પોતાના કર્તવ્યને જ યાદ રાખે તો શાળાઓમાં નવું ચેતન રે ડાય ને શાળાઓ ખરી રીતે રાષ્ટ્રીય બને, તો જ તેનો રાષ્ટ્રીય ચળવળમાં ઉપયોગ હોય. જ ેનો પોતે અંગીકાર કર્યો તેને વફાદાર રહે વું એ તો બાળક, વૃદ્ધ, સ્ત્રીપુરુષ બધાંને સારુ પહે લો પાઠ છે. નવજીવન, 10-8-1924 (ગાં. અ. 24 : 500-1)

વિષયની રસિકતા વિષયમાં નહીં, શિક્ષકમાં છે કયા વિદ્યાર્થીનો અનુભવ નથી કે વિષયોની રસિકતા વિષયમાં નથી હોતી પણ મહે તાજીમાં હોય છે? મારો અનુભવ તો એવો છે કે જ ે રસાયણશાસ્ત્ર શીખતી વેળા એક શિક્ષક મને નિદ્રાવશ કરતા તે જ વિષય શીખતાં બીજા જાગ્રત રાખતા ને રસ ઉત્પન્ન કરતા. એક દાખલા શીખવે ને સમજાય

નહીં એટલે ગમે જ નહીં, બીજા શીખવે ત્યારે તેમનો કલાક પૂરો ન થાય એમ ઇચ્છા થાય. દાખલા તો એના એ જ, વિદ્યાર્થી પણ એ જ. માત્ર એકનું શિક્ષણ સ-રસ ને બીજાનું ની-રસ. નવજીવન, 17-8-1924 (ગાં. અ. 27 : 4)

શિક્ષકો શિક્ષણ-પદ્ધતિની ક્ષતિઓ દૂર કરી શકે છે શિક્ષકોને એ વાત સમજાય છે ખરી કે વિદ્યાર્થીઓ, તેઓ પોતે જ ે કંઈ છે તેનું જ મોટુ ં સંસ્કરણ છે. જો તેમના પોતાનામાં નવી આરં ભ કરવાની શક્તિ હશે તો વિદ્યાર્થીઓમાં તે અવશ્ય આવશે. ભણાવવાની યાંત્રિક પદ્ધતિને લીધે આજની પરીક્ષાપદ્ધતિ બમણી જુ લમગાર બને છે. પરીક્ષા-પદ્ધતિનો કચડી નાખે તેવો બોજો હોવા છતાં શિક્ષકો ધારે તો પોતાના શિક્ષણને રસભર્યું અને અસરકારક બનાવી શકે. ઉપલાં ધોરણોમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોવા છતાં શિક્ષકો તેમના હાથ નીચેના વિદ્યાર્થીઓની માતૃભાષાની કાળજી કરી શકે છે. વિદ્યાર્થીઓ સાથે તેમને માતૃભાષામાં વાત કરતા 296

અટકાવનારો કોઈ કાયદો નથી. હકીકત એ છે કે મોટા ભાગના શિક્ષકો ટેક્‌નિકલ શબ્દો માટેના માતૃભાષાના પર્યાય જાણતા હોતા નથી, એટલે જ્યારે વિદ્યાર્થીઓને ભણાવવાનો વિષય ટેક્‌નિકલ હોય છે ત્યારે તેમને માટે વિદ્યાર્થીઓને માતૃભાષામાં સમજાવવાનું મુશ્કેલ બને છે. આપણે એક એવી બૂરી આદતમાં પડી ગયા છીએ કે, આપણી કલ્પના પ્રમાણે આપણી વાતચીતને વેધક બનાવવી હોય છે ત્યારે આપણે અંગ્રેજી વિશેષણો, અવ્યયો અને ઘણી વાર તો અંગ્રેજી ભાષાના વાક્યખંડો પણ વાપરીએ છીએ. શિક્ષકો ધારે તો હાલની પદ્ધતિની ઘણી ક્ષતિઓ દૂર કરી શકે. [ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


હાલની પદ્ધતિમાં શું બની શકે એમ છે તેનાં અનેક શક્ય ઉદાહરણો પૈકી મેં માત્ર થોડા નમૂના

ટાંક્યા છે. યંગ ઇન્ડિયા, 6-8-1925 (ગાં. અ. 28 : 28)

શિક્ષકો શિક્ષણના ધંધાને રાષ્ટ્રપ્રેમના હેતુથી અપનાવે હં ુ , શિક્ષકોએ શિક્ષણ પ્રત્યેના પ્રેમને લીધે જ ભણાવવાની અને જીવનનિર્વાહ પૂરતું જ (દ્રવ્ય) લેવાની જૂ ની વિચારસરણીમાં માનું છુ .ં રોમન કૅ થલિકોએ આ પ્રણાલી જાળવી રાખી છે; અને દુનિયાની કેટલીક શ્રેષ્ઠ શિક્ષણસંસ્થાઓની જવાબદારી વહન કરવાનું માન તેમને મળે છે. પ્રાચીન કાળના ઋષિઓ આનાથી પણ વધારે સારું કરતા. તેઓ વિદ્યાર્થીઓને પોતાના કુ ટુબ ં માં ભેળવી દેતા, પરં તુ એ કાળમાં તેઓ જ ે શિક્ષણ આપતા તે આમજનતાને આપવા માટેનું નહોતું. તેઓ ભારતમાં માનવસમાજના સાચા શિક્ષકોની નવી પેઢી તૈયાર કરવાનું જ માત્ર કરતા. આમજનતા પોતાની તાલીમ તેમના ઘરમાં અને પોતાના બાપીકા ધંધામાંથી જ મેળવી લેતી. એ જમાના માટે એ આદર્શ ચાલે એવો હતો. સંજોગો હવે જુ દા છે. આજ ે સાહિત્યવિષયક શિક્ષણ મેળવવાની માગણી જોરદાર બની છે. આમજનતા, ઉપલા વર્ગ પ્રત્યે અપાય છે એટલું જ ધ્યાન માગે છે. આ કેટલે અંશે શક્ય છે અને માનવસમાજ માટે એ એકંદરે કેટલું હિતાવહ છે એની ચર્ચાને અહીં અવકાશ નથી. શિક્ષણ મેળવવાની ઇચ્છા વસ્તુત: ખોટી નથી. એ જો સારે માર્ગે વળે તો એમાંથી સારું જ પરિણામ આવે. એટલે અનિવાર્ય વસ્તુને રોકવાનો માર્ગ વિચારવાને બદલે આપણે તેનો શક્ય તેટલો સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ. જાહે રાત કરતાંની સાથે હજારો શિક્ષકો મળવા શક્ય નથી, તેમ જ

તેઓ ભીખ માગીને પણ નભવાના નથી. એમને અમુક પગારની બાંયધરી મળવી જ જોઈએ. વળી, આપણે શિક્ષકોની એક જબરી સેનાની જરૂર રહે વાની એટલે એમને આપવાના મહે નતાણાનું ધોરણ તેમના ધંધાની ખરે ખરી કિંમતના પ્રમાણમાં ન હોઈ શકે. પરં તુ દેશની નાણાં ખર્ચવાની તાકાતના પ્રમાણમાં એ ધોરણ રાખવું જોઈએ. જ ેમ જ ેમ આપણે જુ દા જુ દા ધંધાઓની તુલનાત્મક ગુણવત્તા સમજતા થઈશું તેમ તેમ તેમના વેતનમાં એકધારો વધારો થવાની આશા આપણે રાખી શકીશું. માત્ર આ ઉત્કર્ષ, દુ:ખદ બને તેટલો ધીમો હશે. એટલે હિં દુસ્તાનમાં સ્ત્રીપુરુષોનો એક એવો વર્ગ ઊભો થવો જોઈએ જ ે શિક્ષણના ધંધાને રાષ્ટ્રપ્રેમના હે તુથી અપનાવે તથા એમાંથી મળતા આર્થિક લાભની પરવા ન કરે . તેમ થશે ત્યારે દેશ શિક્ષકના ધંધાને હલકો નહીં સમજ ે, ઊલટુ,ં આવાં સ્વાર્થત્યાગી સ્ત્રીપુરુષો પ્રત્યેના વહાલને તેમના અંતરમાં ઊંચું સ્થાન આપશે. એટલે આપણે એ નિર્ણય પર આવીએ છીએ કે જ ેમ સ્વરાજ મોટે ભાગે આપણા પોતાના પ્રયત્નોને પરિણામે જ મળી શકવાનું છે તેમ જ શિક્ષકોની ઉન્નતિ તેમના પોતાના પ્રયત્ન વડે જ શક્ય બનશે. તેમણે સફળતા તરફનો પોતાનો માર્ગ હિં મત અને ધીરજથી કાપવો પડશે. યંગ ઇન્ડિયા, 6-8-1925 (ગાં. અ. 28 : 29) [મ. જો. પટેલ સંપાદિત ગાંધીજીનું શિક્ષણદર્શનમાંથી] 

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

297


ખેતીવાડીના શિક્ષક તેત્સુકો કુ રોયાનાગી એક સમયે જાપાનના ટેલિવિઝન પર્સનૅલિટી અને યુનિસેફના ગુડવિલ ઍમ્બૅસેડર રહે નારાં તેત્સુકો કુ રોયાનાગીએ તોત્તો-ચાન, ધ લિટલ ગર્લ એટ ધ વિન્ડો નામનાં પુસ્તકોમાં પોતાનાં બાળપણનાં સંસ્મરણો લખ્યાં છે. બાળપણનો આ કાળ તેત્સુકોએ કેળવણીકાર તરીકે વિખ્યાત સોસાકુ કોબાયાશીની શાળામાં ગાળ્યો હતો. કોબાયાશીની શિક્ષણ-પ્રણાલી નોખી હતી અને તેમાં જ ે ગણ્યાંગાંઠ્યાં બાળકો ભણ્યાંગણ્યાં તેમાંના એક તેતુસ્કો છે. કોબાયાશીનાં શિક્ષણે તેત્સુકો અને તેમના સહાધ્યાયીઓ માટે એવી બારી ઊઘાડી આપી કે તેના થકી તેમનો જીવન પ્રત્યેનો સમગ્ર ખ્યાલ બદલાયો. માત્ર પુસ્તકિયાં વાચન થકી નહીં, પણ સાક્ષાત્ અનુભવ દ્વારા કોબાયાશીએ તેમના વિદ્યાર્થીઓને વિદ્યાદાન કર્યું હતું. આ સંસ્મરણો તોત્તો-ચાન પુસ્તકમાં સરસ રીતે આલેખાયાં છે. આ પુસ્તકની લાખો નકલોની ખપત થઈ ચૂકી છે. ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ રમણ સોનીએ ‘તોત્તો-ચાન, બારીએ ઊભેલી બાલિકાના’ નામે આપ્યો છે. પ્રસ્તુત પુસ્તકમાંથી ખેતીવાડીના શિક્ષક એક પ્રકરણ અહીં મૂક્યું છે. જો આપણા આજના શિક્ષકો પણ કંઈક આવા જ બને તો આજના આધુનિક શિક્ષણની ઘણીખરી સમસ્યાઓ તો સહજમાં જ ઊકલી જાય…

‘આ તમારા નવા શિક્ષક. એ તમને ઘણુંબધું નવું ખેતમજૂ રો પહે રતા હોય છે એવા. અને એમના માથા બતાવશે.’ એવો પરિચય આપેલો હે ડમાસ્ટરજીએ એ નવા શિક્ષકનો. તોત્તો ચાન તો એમને જોઈ જ રહી : પહે લી વાત તો એ કે એમના વેશ પરથી એ ‘શિક્ષક’ જ ેવા બિલકુ લ લાગતા ન હતા. એમણે ટૂંકા પટ્ટાવાળું એક સુતરાઉ જ ેકેટ સીધું બંડી પર પહે રી દીધેલું હતું. ગળામાં ટાઇને બદલે મફલરની જ ેમ એક ગમછો નાખેલો હતો. ગળી રં ગનું, જાડા કાપડનું એમનું પેન્ટ એકદમ ચુસ્ત હતું ને એમાં થીંગડાં હતાં. પગમાં એમણે લગભગ ઢીંચણ સુધી પહોંચે એવા સળંગ રબરના બૂટ પહે ર્યાં હતા– 298

પર, પરાળમાંથી બનાવેલી એક બિસ્માર હૅ ટ હતી! એ વખતે વર્ગનાં સૌ બાળકો કુ હોન્બુત્સુ મંદિરના તળાવ પાસે ભેગાં થયેલાં હતાં. એમની તરફ ઝીણી નજરે જોતાં તોત્તો-ચાનને એકદમ લાગ્યું કે પહે લાં પણ એમને ક્યાંક જોયા છે. ‘ક્યાં જોયા હશે?’–એ વિચારવા લાગી. એમનો ભલોભોળો લાગતો ચહે રો તડકો વેઠવાથી કાળો પડી ગયેલો હતો ને એની ચામડી કરચલીઓવાળી હતી. એમની કમર પર, પટ્ટાની જગાએ બાંધેલી કાળી દોરીને છેડ ે એક હોકલી(પાઇપ) લટકતી હતી, એ એને વધારે પરિચિત લાગી. એ એકદમ એમને ઓળખી ગઈ : ‘તમે… પેલી નહે ર પાસેનું ખેતર છે એમાં ખેતી કરો છો ને?’ એણે ઉલ્લાસથી પૂછ્યું. ‘હા, ખરી વાત છે…’ નવા શિક્ષક બોલ્યા. હોઠ ઊંચકીને દાંત દેખાડતું એક સ્મિત એમણે કર્યું. એમ કહે વાથી એમના ચહે રાની કરચલીઓ વધારે ઊંડી થઈ. ‘તમે આ મંદિર બાજુ ફરવા જાઓ કે, ત્યાં જ મારું ખેતર આવેલું છે. સરસવનાં પીળાં

[ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


પીળાં ફૂલોવાળું છે ને, એ જ ખેતર.’ ‘આહ્..હા! ને હવે તમે અમારા ટીચ…ર’—બધા ખૂબ જ ઉત્સાહથી કિલકારી કરવા લાગ્યાં. એમણે હાથ હલાવીને ના પાડી ‘ના રે ના, હં ુ કઈ સાહે બ થોડો કહે વાઉં? આપણે તો ખેડૂત. આ હે ડમાસ્તરસાહે બે કહ્યું કે ખેતીવાડીની થોડી વાતો કરો — એટલે આવ્યો.’ ‘હા, હા, એ શિક્ષક છે જ–તમારા ખેતીવાડીના શિક્ષક!’ હે ડમાસ્ટરજી એમની પાસે આવ્યા ને બોલ્યા : ‘અને એમણે મારી વિનંતી સ્વીકારી છે– તમને એ શીખવશે કે ખેતરમાં વાવણી કેવી રીતે થાય છે. તો -’ એમણે શિક્ષક તરફ ફરીને કહ્યું : ‘તો હવે આપ બાળકોને, શું કરવું જોઈએ તે કહે વા માંડો, એટલે આપણું કામ શરૂ થઈ જાય.’ કોઈ પણ સાધારણ પ્રાથમિક શાળામાં, શીખવનાર શિક્ષક પાસે પહે લાં તો શૈક્ષણિક તાલીમનું પ્રમાણપત્ર હોવું જરૂરી ગણાતું. પરં તુ શ્રી કોબાયશી એવી બધી બાબતોની કશી ચિંતા જ ન કરતા- એમને એ બધું ગૌણ લાગતું. એમનું તો સ્પષ્ટ માનવું હતું કે ખરે ખરા જાણકારને કામ કરતો જુ એ ને એના પરથી બાળકો જાતે કામ શીખતાં થાય એ મહત્વનું છે. ‘તો ચલો ત્યારે , શરૂ કરીએ.’ — શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું. કુ હોન્બુત્સુ તળાવની પાસેનાં ઝાડની છાયા નીચે બધાં એકઠાં થયાં — ખૂબ જ શાંત ને સુંદર જગા હતી એ. હે ડમાસ્ટરજીએ પહે લેથી જ રે લવેનો એક અરધો ડબ્બો ત્યાં પહોંચાડી દીધો હતો — એમાં ખેતીકામનાં પાવડા, કોદાળી જ ેવાં બધાં ઓજારો હતા. જ ે ખેતરમાં કામ કરવાનું હતું ત્યાં જ બરાબર એ ડબ્બો લાવી દેવામાં આવ્યો હતો. ટીચરજીએ પહે લાં તો સૌને ડબ્બામંથી પાવડાકોદાળી લઈ આવવાનું કહ્યું ને પછી નીંદણથી શરૂઆત કરાવી. એમણે સમજાવ્યું કે, ખેતરમાં नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

શિક્ષક પાસે પહેલાં તો શૈક્ષણિક તાલીમનું પ્રમાણપત્ર હોવું જરૂરી ગણાતું. પરંતુ શ્રી કોબાયશી એવી બધી બાબતોની કશી ચિંતા જ ન કરતા- એમને એ બધું ગૌણ લાગતું. એમનું તો સ્પષ્ટ માનવું હતું કે ખરેખરા જાણકારને કામ કરતો જુએ ને એના પરથી બાળકો જાતે કામ શીખતાં થાય એ મહત્વનું છે

ઊગતું નકામું ઘાસ કાઢી નાંખવું એને નીંદણ કહે છે. એ ઘાસની જડો બહુ મજબૂત હોય છે. કેટલુંક ઘાસ તો અનાજના છોડ કરતાંય ઝડપથી ઊગતું હોય છે ને એથી સૂરજનો તડકો એ છોડને બરાબર મળતો નથી, આ ઘાસનાં મૂળિયાં નકામી જીવાતને છુ પાઈ રહે વાની જગા બનતાં હોય છે. સૌથી મોટી આફત તો એ હોય છે કે અનાજના છોડને મળવું જોઈએ એ ખાતર-પાણીનું પોષણ આ નકામું ઘાસ ખેતરની માટીમાંથી ખેંચી લે છે. એમણે એક પછી એક બાબત શીખવી. અને વાત કરતાં કરતાં પણ એમના હાથ તો નીંદણ કરવા કામે લાગી ગયેલા જ હતા. છોકરાંએ પણ એમની જ ેમ નીંદણ કર્યું. પછી એમણે કોદાળીથી કેવી રીતે ખોદવું, બીજ વાવવા માટે ચાસ કેવી રીતે પાડવા અને ખેતરમાં ખાતર કેવી રીતે છંટાય — એ બધું બતાવ્યું. બીજુ ં ઘણું સમજાવ્યું ને એ કરીને બતાવ્યું. એટલામાં ખેતરમાં એક નાનો સાપ નીકળ્યો ને તા-ચાન નામના એક છોકરાની એટલો પાસેથી નીકળ્યો કે કદાચ કરડી બેઠો હોત! પણ શિક્ષકે સૌને સધિયારો આપ્યો કે, ‘અહીં ઝેરી સાપ નથી હોતા અને જો આપણે એમને સતાવીએ નહીં તો 299


એ પણ આપણને કરડે નહીં.’ વાવણી વિશે વાતો કર્યાં પછી શિક્ષકે જીવ-જંતુ, પતંગિયાં અને પંખીઓ વિશે, મોસમ વિશે ને બીજી ઘણી બાબતો વિશે બહુ રસ પડે એવી વાતો કહી એમનાં મજબૂત ને કસાયેલાં બાવડાં એ વાતની ખાતરી આપતાં હતાં કે, એમણે જ ે જ ે કહ્યું એ એમના લાંબા અનુભવમાંથી મળેલું છે. બાળકોએ ટીચરની મદદથી આખા ખેતરમાં વાવણી કરી દીધી–એમનાં શરીર પર પરસેવાના રે લા નીતરતા હતા! થોડાક ચાસ સહે જ વાંકા-ત્રાંસા થયેલા, એટલું બાદ કરતાં, આ કે તે બાજુ એથી જોતાં ખેતર એકદમ ચોક્સાઈપૂર્વક વાવેલું લાગતું હતું. એ પછી બાળકો એ ખેડૂતનો આદર કરતાં થયાં. ક્યાંય પણ એમને જુ એ કે તરત એ બૂમ પાડી ઊઠતાં — ‘એ… પેલા અમારા ટીચર’ અને જ્યારે જ્યારે , પોતાના ખેતરમાં નાખ્યા પછી ખાતર બચતું ત્યારે ત્યારે એ શિક્ષક એ ખાતર બાળકોના ખેતરમાં

છાંટી જતા. બાળકોના ખેતરમાં કૂ ંપળો ફૂટી. પછી છોડ ધીમે ધીમે ઊંચા વધવા લાગ્યા. દરરોજ કોઈ ને કોઈ બાળક ખેતરમાં આંટો મારી આવે જ, ને પછી સ્કૂલમાં આવીને હે ડમાસ્ટરજીને અને મિત્રોને, છોડ કેવા ખીલ્યા છે, એની બધી વિગતે વાત કરે . બાળકોએ પહે લી જ વાર આ અચરજ જોયું કે પોતે વાવેલાં બી ઘરતીની કૂ ખે ઊછરીને, વિકસીને પાકરૂપે કેવાં તો લહે રાઈ રહ્યાં છે! બહુ જ આહ્લાદક અનુભવ હતો એ! સ્કૂલમાં જ્યારે પણ બેત્રણ છોકરાં મળે ને કંઈક ટોળટપ્પાં કરતાં હોય ત્યારે ત્યારે એ લોકો વળી વળીને ખેતરની વાતો કરવા લાગી જતાં. તે જ દિવસોમાં વિશ્વના કેટલાક દેશોમાં ભયંકર બનાવો બનતા હતા પણ તોમોએનાં બાળકો તો પોતાના નાનાસરખા ખેતરની વાતો જ કરતાં રહે તાં– એટલે કે એમની આસપાસ તો હજુ ય શાંતિનું કવચ જ હતું! [તોત્તો-ચાન પુસ્તકમાંથી, અનુવાદ : રમણ સોની] 

નવજીવનનાં કે ળવણીવિષયક પુસ્તકો

300

કેળવણીનો કોયડો ગાંધીજી

રૂ. 80.00

ખરી કેળવણી ગાંધીજી

રૂ. 80.00

પાયાની કેળવણી ગાંધીજી

રૂ. 50.00

આત્મરચના અથવા આશ્રમી કેળવણી જુગતરામ દવે

રૂ. 125.00

જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધી

રૂ. 400.00

બુનિયાદી શિક્ષણ (નઇ તાલીમ)ની ઐતિહાસિક અને  વૈચારિક વિકાસયાત્રા ચંદ્રકાંત ઉપાધ્યાય

રૂ. 35.00

મહાત્મા ગાંધીની કેળવણીની ફિલસૂફી ડાૅ. મણિભાઈ પટેલ

રૂ. 60.00

ગાંધીજીનું શિક્ષણદર્શન (અેમના જ શબ્દાેમાં) સં. મ. જાે. પટેલ

રૂ. 60.00

[ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહેલાં ચંદુલાલ ભગુભાઈ દલાલ ગાંધીજીના પ્રમુખસ્થાને ગુજરાત સભામાં થયેલા ઠરાવથી તેમના આ માસના કાર્યક્રમનો આરં ભ થાય છે. અહીં પણ તેઓ અંગ્રેજ સામ્રાજ્યના પક્ષે રહીને વિશ્વયુદ્ધમાં લડવા માટે ઇરાદો દર્શાવે છે. જોકે, તેમના આ ઇરાદાને સાકાર કરવામાં તેમનું શરીર તેમને સાથ આપતું નથી. જીવનમાં પ્રથમવાર આવેલી લાંબી બીમારીના કારણે તેમણે બધી જ પ્રવૃત્તિ અને કાર્યક્રમ પડતાં મૂકીને ખાટલાવશ રહે વું પડે છે. અલબત્ત, આ સ્થિતિમાં પણ તેઓ કરી શકે તેવાં કામો સારી પેઠ ે કરે છે, જ ેમ કે વાંચવું અને પત્રો લખવા. ‘દીનબંધુ’ સી. એફ. એન્ડ્રૂ ઝને લખેલા પત્રમાં પોતાની બીમારી વિશે ગાંધીજી લખે છે : “રોજ મારી તબિયત સુધરતી જાય છે. મારી ચિંતા કરશો નહીં. …હવે મેં થોડુ ં થોડુ ં વાંચવા માંડ્યું છે. અત્યારે ગુજરાત કૉલેજના પ્રૉફે સર આનંદશંકર ધ્રુવના ધર્મ ઉપરના સુંદર નિબંધોનો સંગ્રહ વાંચી રહ્યો છુ .ં …આ નિબંધો શુદ્ધ કાંચન છે.” માંદગી લાંબી ચાલી એટલે સહજ રીતે તેનો ઉલ્લેખ તેમના અનેક પત્રવ્યવહારમાં પણ થાય છે. આવા જ એક પત્રમાં શંકરલાલ બૅંકરને તેઓ લખે છે કે, “મેં જીભને અર્થે શરીર સાથે ન છાજતી છૂટ લીધી અને તેની યોગ્ય સજા ભોગવી રહ્યો છુ .ં મારી માન્યતા છે કે નવ્વાણું ટકા દર્દોનો એ જ ઇતિહાસ છે.” માંદગી દરમિયાન ગાંધીજીની સ્થિતિ વધુ ખરાબ થઈ તેનું એક કારણ તેમણે લીધેલું દૂધ અને તેની બનાવટો નહીં ખાવાનું વ્રત પણ હતું, આ વ્રતને લીધે નબળા પડેલા શરીરને બાંધવું મુશ્કેલ હતું. પરં તુ ડૉ. પી. સી. રાયને લખેલા પત્રમાં ગાંધીજી વ્રત તોડવા કરતાં મરી જવું વધારે સારું એવું જણાવે છે! નાજુ ક તબિયત જોકે પછીથી દૂધના અવેજી આહારથી ધીમે ધીમે સુધરે છે. ગાંધીજીના આ માસના પત્રોમાં માંદગી અને આહારનો ઉલ્લેખ અનેક ઠેકાણે જોવા મળે છે. ઠીક થવાની આશા સાથે પુત્ર હરિલાલને લખેલા પત્રોના અંશ જોઈએ ત્યારે ગાંધીજીની જીવન પ્રત્યેની સહજ નિર્લેપતાનો પણ ખ્યાલ આવે. એ પત્ર કંઈક આવો છે : “સોરાબજીનું મૃત્યુ સંભારો, ડૉ. જીવરાજ મરણપથારીએ છે એનું સ્મરણ કરો, સર રતન તાતા ગુજરી ગયા એ વિચારો. જ્યાં દેહની આટલી બધી ક્ષણિકતા છે ત્યાં ઉત્પાત શા કરવા?”

૧૯૧૮—સપ્ટેમ્બર 1થી 6 અમદાવાદ : એજ પ્રમાણે. 7 અમદાવાદ : ‘મરવાનું હોય તો ઘેર જ મરવું ઉચિત છે’ એમ વિચારી આશ્રમમાં આવ્યા.

8થી 19 અમદાવાદ : તબિયત નરમ. 20 અમદાવાદ : તબિયત સહે જ સારી, પ્રાર્થનામાં જાય, ટૂંકાં પ્રવચન કરે . 21થી 30 અમદાવાદ : માંદગી ચાલુ. 

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

ઑક્ટોબર, ૨૦૧૮ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી મહે ન્દ્રસિંહ ઝા. ગોહિલ, ઍસ્ટેટ વિભાગ, • જ.

તા.  ૦૮ – ૧૦ – ૧૯૬૦

શ્રી ચંદ્રકાન્ત ચુ. પટેલ, બાઇન્ડિંગ વિભાગ,

શ્રી મહે શભાઈ રા. વાળંદ, ફોટોકંપોઝ વિભાગ,

•  ૧૦ – ૧૦ – ’૫૮

શ્રી વિનોદભાઈ આ. રાણા, ઑફસેટ વિભાગ, •  ૨૨ – ૧૦ – ’૫૬

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૧૮]

•  ૧૯ – ૧૦ – ’૫૬

301


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત

વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

302

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

[ સપ્ટેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


હે લન કે લરની આત્મકથા : મઝધાર

અનુ. વિઠ્ઠલદાસ મગનલાલ કોઠારી

જન્મે તંદુરસ્ત પણ ૧૮ માસની ઉંમર પછી થયેલી સખત બીમારીના કારણે અંધ અને બધિર અને પરિણામે મૂક થઈ જનાર હે લર કેલરની ૨૧ વર્ષ સુધીની આત્મકથા Story of my life – અપંગની પ્રતિભા નામે પ્રકાશિત થઈ છે. તેનો બીજો ભાગ એટલે Midstream –My Latter Life – મઝધાર નામે પુનઃમુદ્રિત કરાઈ છે. આ આત્મકથામાં ઘટનાઓ તો છે જ, પરં તુ એ ઘટના ઘટી તે વખતે એમણે જ ે અનુભવ્યું તેને વ્યક્ત કરવાનું ટાળ્યું નથી, બલકે એના અનુષંગે ભીતરની ભાવના કે મથામણ નિઃસંકોચ છતી કરી છે. [જુ લાઈ-સપ્ટેમ્બર ૨૦૧૭માં પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તક પરિચયમાંથી, પેપરબેક, સાઇઝ : ૪.૭૫ “X ૭”, પાનાં : ૧૨ + ૩૦૦, રૂ. ૧૫૦]

ઍબ્રહામ લિંકનનું જીવનચરિત્ર

લેખક : મણિભાઈ ભ. દેસાઈ

મહાન રશિયન સાહિત્યકાર, લોકસેવક અને મુમુક્ષુ સંત પુરુષ ટૉલ્સ્ટૉયે લિંકનના સંબંધમાં કહ્યું : “લિંકન લઘુ સ્વરૂપે ઈશુ ખ્રિસ્ત હતો, માનવજાતનો સંત હતો અને તેનું નામ ભાવિ પેઢીઓની લોકકથાઓ તેમજ પુરાણકથાઓમાં હજારો વરસ સુધી જીવતું રહે શે. આપણે હજી તેની મહત્તાની એટલા બધા સમીપ છીએ કે, તેની દૈવી શક્તિઓ આપણે ભાગ્યેજ સમજી શકીએ એમ છીએ; પણ થોડી સદીઓ બાદ આપણી ભાવિ પેઢીઓને, આપણને તે લાગે છે તેના કરતાં ઘણો જ મહાન લાગશે.”

૩૦૩

[ઍબ્રહામ લિંકન પુસ્તકમાંથી, ફોર કલર ટાઇટલ, પાકું પૂંઠુ ં : ૫.૫”X૮.૫”, પાનાં ૬૦૮, રૂ. ૫૦૦]


ગાંધીજી વિશે ટાગોર

૩૦૪


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.