Navajivanno Akshardeh January 2019

Page 1

વર્ષૹ ૦૭ અંકૹ ૦૧ સળંગ અંકૹ ૬૯ • જાન્યુઆરી ૨૦૧૯

છૂ ટક કિંમત ઃ _ ૧૫

તસવીર : જગન મહે તા


વર્ષૹ ૦૭ અંકૹ ૦૧ સળંગ અંકૹ ૬૯ • જાન્યુઆરી ૨૦૧૯ છૂ ટક કિંમત ઃ _ ૧૫

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

૧. ગાંધી, ગોડસે અને ક્રૉસ . . . . . . . . . . . . . . . . . . . . . . જૅમ્સ ડગ્લાસ. . . . . ૩ ૨. ગાંધી ગયા હવે માર્ગદર્શન કોણ આપશે? . . . . . . . . .ગોપાલકૃ ષ્ણ ગાંધી. . . . ૧૧

કિરણ કાપુરે

૩. નવજીવન સત્ય આર્ટ ગૅલેરીમાં વૉલ્ટર બોશાર્ડનું તસવીર-પ્રદર્શન ���������������������૧૬

પરામર્શક

કપિલ રાવલ

૪. ગાંધીજીની આત્મકથાની સમિક્ષિત આવૃત્તિ : સમીક્ષક ડૉ. ત્રિદીપ સુહૃદ સાથે મુલાકાત. . . . . . . . . . . . . . શીલા ભટ્ટ. . . . ૧૮

સાજસજ્જા

૫. દેશનું પ્લાનિંગ પહે લેથી જ સાવ ખોટી દિશામાં! . . . . . . . .વિનોબા ભાવે. . . . ૨૩

અપૂર્વ આશર આવરણ ૧ સાંજ ે ચાલવાના નિત્યક્રમે, પટના [૨૨ માર્ચ, ૧૯૪૭] આવરણ ૪ મૃત્યુજંયનો જય [૩૦-૦૧-૧૯૪૯]

૬. પુસ્તક પરિચય : આરોગ્ય વિશે ગાંધીજીનું અનુભવસિદ્ધ પુસ્તક : આરોગ્યની ચાવી . . . . . . . . . . . . . . . . . . . . . . . . પુનિતા હર્ણે. . . . ૨૮ ૭. ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ઝીલાયેલ ગાંધીજીની છબિ. . . . . . . . . . . . . . . . . . . ડૉ. રં જના હરીશ. . . . ૩૧ ૮. ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . . ૩૪

વાર્ષિક લવાtજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (3–18)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 3 એ માર્ચ મહિનો અને 18 એ 2018નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.


1

ગાંધી, ગોડસે અને ક્રૉસ

જૅમ્સ ડગ્લાસ સાત દાયકા અગાઉ ૩૦, જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા થઈ હતી; તેમ છતાં હજુ સુધી આ ઘટનાના રહસ્યો પરથી પૂર્ણપણે પરદો ઊંચકાયો નથી. ગાંધીજીની હત્યાના ગુનેગારોમાં નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટે સહિત અન્ય છ સામેલ હતાં. ગાંધીજીની હત્યાની આસપાસનો ઘટનાક્રમ અને તે પછી ગોડસે અને અન્ય ગુનેગારોના નિવેદનો પર સતત સવાલો ઉઠતાં રહ્યાં છે. અનેક ઇતિહાસકાર અને અભ્યાસુઓએ તેના વિશે સમયાંતરે વિગતે સંશોધનો પણ કર્યાં છે. વર્ષ ૨૦૧૨માં આ જ વિષયને લઈને શાંતિ ચળવળકર્તા જૅમ્સ ડગ્લાસે પણ સંશોધન કરીને ગાંધી ઍન્ડ ધ અનસ્પીકેબલ : હિઝ ફાઈનલ એક્સપેરિમન્ટ વિથ ટ્રુ થ નામનું ઉલ્લેખનીય પુસ્તક આપ્યું હતું. તાજ ેતરમાં સજ્જ અનુવાદક સોનલ પરીખે પ્રસ્તુત પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો છે. હિં સા અને અહિં સા જ ેવા બે અંતિમ ધ્રુવોનાં દ્વંદના પરિણામે બનવા પામેલી આ ઘટનાનો સંશોધિત અહે વાલ પુસ્તકના દોઢસો પાનામાં વિગતે આલેખાયો છે. ગાંધી વિચારના અભ્યાસુઓએ અચૂક વાંચવા જ ેવાં આ પુસ્તકમાંથી ગાંધીનિર્વાણ દિન નિમિત્તે એક પ્રકરણ અહીં મૂક્યું છે…

ગાંધીની હત્યાનો1 મોટામાં મોટો વિરોધાભાસ સક્રિયતા માગતી બાબત છે તે ખ્યાલ હતો. તેમની એ હતો કે, ગાંધીની હત્યા ગાંધીના પટ્ટશિષ્યો જ ેવા પંડિત નેહરુ અને સરદાર પટેલની સરકારના શાસનમાં થઈ. આ સરકારની સુરક્ષા-વ્યવસ્થાનું લગભગ નિષ્ક્રિય હોવું ગાંધીહત્યા માટે અનુકૂળતા બની ગયું. ૨૦ જાન્યુઆરીએ ગાંધીહત્યાનો પ્રયત્ન થયો ત્યાર પછી પણ સરકારે સલામતીના ધોરણસર પગલાં લીધાં નહીં અને રાષ્ટ્રના પિતા ગણાતા માણસને સહે લાઈથી ખતમ થઈ જવા દીધો. મદનલાલ પાહવા, તેને એકવાર કામ આપનાર સંપોષક સાક્ષી પ્રોફે સર જ ૈન અને સાવરકરના ઘરનું નિરીક્ષણ—આ ત્રણે સ્રોતો પાસેથી પોલીસને હત્યાને અટકાવી શકાય તે માટેની પૂરતી સામગ્રી મળી હતી. તેઓ કાવતરું, કાવતરાખોરો અને નિશાન ત્રણેને જાણી ગયા હતા. કોણ મારશે અને કોણ મરાવશે તેની કલ્પના કરવી અઘરી ન હતી. પોલીસને આ કેટલી મહત્ત્વની અને તાત્કાલિક

પાસે મદનલાલનું નિવેદન હતું, ‘તેઓ ફરી આવશે.’ તોપણ ૨૦મી જાન્યુઆરીના ગાંધીહત્યાના નિષ્ફળ પ્રયાસ પછી બાકીના બધા કાવતરાખોરો છૂટા ફરતા

1. આ પ્રકરણની સંદર્ભ-સૂચિની વિગત અહીં મૂકવામાં આવી નથી.

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

3


રહ્યા. ફરી નવેસરથી જોડાયા અને પાછા આવ્યા. ગોડસે, આપ્ટે અને કરકરે એ બીજી તક બરાબર ઉપયોગમાં લીધી અને સરકારી સલામતીવ્યવસ્થાની લગભગ પૂર્ણ ગેરહાજરીમાં ગાંધીહત્યાનો ખેલ સંપન્ન થયો. નેહરુ અને પટેલ ગાંધીહત્યાથી ભાંગી પડ્યા હતા. જ ે માણસની અહિં સક ક્રાંતિના તેઓ મુખ્ય સિપાઈ હતા તે માણસ તેની જિંદગીના છેલ્લા દિવસોમાં એ બંનેને એક કરવા મથતો હતો, પણ સરકાર પરથી તેનો વિશ્વાસ ઊઠતો જતો હતો. ગાંધીની શહાદતે નેહરુ અને સરદારને સંપીને દેશની ધુરા સંભાળવાની પ્રતિબદ્ધતાની યાદ અપાવી. બંને એક થયા અને ત્રણ વર્ષ સુધી સરદારના મૃત્યુ સુધી બંને એક જ રહ્યા. આમ છતાં, ગાંધીના મૃત્યુએ વડાપ્રધાન અને ગૃહપ્રધાનને અમુક રીતે હળવા પણ કર્યા. શાસનની તેમની શૈલી પર ગાંધીની ચેતના એક દબાણ જ ેવી બની રહી હતી. સ્વતંત્ર ભારત ગાંધીવાદી ન હતું. બ્રિટિશ શાસને રચેલું વહીવટી માળખું, સ્વતંત્રતાની અહિં સક ચળવળ કરતાં તેમને વધારે માફક આવતું હતું. કૉંગ્રેસ પક્ષના આગેવાનો હવે લશ્કર, અદાલત અને પોલીસના એ જ તંત્રના વડા હતા જ ે તંત્રે એકવાર તેમને અને એક લાખ અન્ય સત્યાગ્રહીઓને જ ેલમાં પૂર્યા હતા. આ હિં સક માળખું અંતે તેમના મુખ્ય પ્રણેતા ગાંધીના મૃત્યુંનું અપરોક્ષ નિમિત્ત બન્યું હતું. ગાંધીના હત્યારાઓ, તેઓ કાવતરું કરી રહ્યા હતા ત્યારે જ ઓળખાયા હતા. હત્યા પછી તેઓ પકડાયા હતા અને ત્યાર પછી તેમના પર કાનૂની કાર્યવાહી થઈ હતી. આ બધી પ્રક્રિયાઓ દરમ્યાન સાવરકર અને સાવરકરની પાછળ રહે લાં રાજકીય બળોનો પ્રભાવ કામ કરી રહ્યો હતો. હત્યા પહે લાં પોલીસે તેમને પકડ્યા નહીં. પોલીસને ભય હતો કે, તેમ કરવાથી કેવા રાજકીય પ્રત્યાઘાતો આવશે. 4

હત્યા માટે ચાલી રહે લા કેસમાં વકીલો સાવરકર વિરુદ્ધના પુરાવાઓને ટાળતા રહ્યા. સરકાર, સાવરકર ગુનેગાર સાબિત થાય તેવા પ્રયત્ન કરવાની જવાબદારીથી સભાનપણે વિમુખ રહી. મુંબઈના ગૃહપ્રધાન મોરારજી દેસાઈ તેમની ઊલટતપાસ લેવાઈ રહી ત્યારે જ ે બોલ્યા હતા, ‘બધા પુરાવા આપું? એ સાવરકરે વિચારવાનું છે’ એ શબ્દો શું સૂચવે છે? તેમની પાસે સાવરકર વિરુદ્ધ કયા પુરાવા હતા જ ે રજૂ ન થયા? હત્યા પહે લાં અને કેસ દરમ્યાન, સરકારી અધિકારીઓ એ તાકાત તરફ આંખમીંચામણાં કરતા રહ્યા, જ ે તાકાતે ગાંધીહત્યાનું કાવતરું કર્યું અને પાર પાડ્યું. પરિણામ એ જ આવ્યું—ગાંધીની હત્યા થઈ અને સત્યનો ઢાંકપિછોડો કરવામાં આવ્યો. હત્યારાઓ જ ે ભયાનક વિચારધારાની દોરવણીથી ગાંધીની હત્યા કરવાની હદે ગયા હતા, તેના ટેકેદારો સરકારમાં જ ઓછા ન હતા. વિનાશક ભાગલાના પ્રભાવથી ગાંધીવિરુદ્ધ એક જુવાળ ભારતના સંરક્ષકોમાં ઊઠ્યો હતો. નેહરુ અને સરદાર સરકારના વડા હતા, પણ તેઓ દરે ક ગતિવિધિને નિયંત્રણમાં રાખી શકે તેમ ન હતા. રાષ્ટ્ર માટે અમલદારશાહી સુરક્ષાવ્યવસ્થા સ્વીકારવાનું એક મૂલ્ય ચૂકવવું પડે છે—શબ્દોમાં મૂકી ન શકાય તેવા અપરાધોની ધાર પર આવીને ઊભા રહી જવું પડે છે. સરદાર અને નેહરુએ એ કર્યું હતું. તેમના વારસદારો પણ આ જ કરવાના હતા. ગાંધીની અહિં સાને ભારતના શાસકો તરીકે, સરદાર અને નેહરુએ નેવે મૂકવા માંડી, બીજી તરફ ગાંધીહત્યા પછી અદાલતમાં નાથુરામ ગોડસેએ અહિં સા પર આક્રમણ કરી તેને વધારે ચીંથરે હાલ કરી. ગોડસે માટે, તેના ગુરુ સાવરકરની જ ેમ ગાંધીના દેહની હત્યા પૂરતી ન હતી. તે માનતો હતો કે, ગાંધીની અહિં સા ખતમ થવી જોઈએ, [ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કારણ કે તે એક દિવસ દેશને ડુબાડવાની છે. સીઆઇએ જ ેને ‘સત્યાભાસી અસ્વીકાર’ કહે છે, તે જાળવવામાં સાવરકર સફળ થયા. હત્યારાઓ પકડાયા, તેમના પડછાયામાં સાવરકર છુ પાઈ રહ્યા, પછી તે લંડનનો મદનલાલ ઢીંગરા હોય કે દિલ્હીનો નાથુરામ ગોડસે. ગોડસેનું અદાલતમાં અપાયેલું નિવેદન, ગાંધીની અહિં સાની વિભાવનાનું સાવરકરબ્રાન્ડ ખંડન હતું. ગોડસે અને સાવરકર ગાંધીના મરણોપરાંત પ્રભાવને પણ ભૂંસી નાખવા માગતા હતા. ગાંધીની હત્યા શા માટે કરી તે સમજાવતા ગોડસેએ કહ્યું, ‘હં ુ આખરે એ સમજ્યો કે, પૂર્ણ અહિં સાનો ગાંધીજીએ કરે લો પ્રચાર હિં દુઓને નામર્દ બનાવીને રહે શે. ત્યાર પછી હિં દુઓ કોઈનું પણ, ખાસ કરીને મુસ્લિમોનું આક્રમણ થશે તો કશું કરી નહીં શકે. ‘૧૯૪૬ની આસપાસ મુસ્લિમોએ સુહરાવર્દીની સરકારની રહે મનજર નીચે નોઆખલીના હિં દુઓનો ખુરદો બોલાવી દીધો. ત્યાં લોહીની નદીઓ વહી, અમારું લોહી ઊકળી ઊઠ્યું. આટલું ઓછુ ં હોય તેમ ગાંધી સુહરાવર્દીની ઢાલ બનવા આગળ આવ્યા. આનાથી વધારે હીણપતભરી વાત બીજી કઈ હોઈ શકે? ગોડસેએ સાવરકરને ઢાંકતાં એ ન કહ્યું કે, યોજના તો ગાંધી સાથે નેહરુ અને સુહરાવર્દીને પણ ખતમ કરવાની હતી. ઊલટુ ં તેણે એ જ ભારપૂર્વક કહ્યા કર્યું કે, ગાંધીજીનું એ દુષ્ટ સુહરાવર્દી તરફ ઝૂકવું એ જ તેની હત્યા માટે પૂરતું કારણ હતું. ગોડસેએ આગળ કહ્યું, ‘પંડિત નેહરુએ પદ સંભાળ્યું તેનાં બે અઠવાડિયાં પહે લાં કલકત્તામાં ખુલ્લેઆમ હિં દુઓની કત્લેઆમ થઈ. કોઈ રોકટોક કરવાવાળું ન હતું. જ ે સરકાર પોતાના નાગરિકો પર આવો અત્યાચાર થવા દે તેને ઉખાડીને ફેં કી દેવી જોઈએ. સુહરાવર્દીની સરકારને તાત્કાલિક બરતરફ કરવાના હુકમ નીકળવા જોઈતા હતા. नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

જૅમ્સ ડગ્લાસ

તેના બદલે ગાંધીજી કલકત્તા ગયા અને કત્લેઆમ પ્રકરણના લેખક સાથે દોસ્તી કરી.’ ગોડસે આરોપ મૂકતો ગયો. તેણે કહ્યું કે ગાંધીએ દક્ષિણ આફ્રિકાથી પાછા આવીને ભારતને સ્વતંત્રતા તરફ દોરવાને બદલે સ્વતંત્રતાથી દૂર લઈ જવાનું કામ કર્યું હતું. ‘ગાંધીજી ૧૯૧૪-૧૫માં ભારત આવ્યા. તેનાં લગભગ આઠ વર્ષ પહે લાંથી ભારતના ઘણા પ્રદેશોમાં ક્રાંતિ શરૂ થઈ ગઈ હતી. ગાંધીજીના આગમન પછી અને તેમનાં સત્ય-અહિં સાનાં સૂત્રો આવ્યા પછી ક્રાંતિને ગ્રહણ લાગી ગયું.’ ભારતને સશસ્ત્ર વિદ્રોહથી સ્વતંત્રતા વહે લી મળત એવું ગોડસે માનતો હતો. તેણે કહ્યું, ‘૧૯૦૬થી ૧૯૧૮ સુધીમાં એક પછી એક બ્રિટિશ અધિકારીને આપણા ક્રાંતિકારી રાષ્ટ્રવાદીઓએ મારી નાખ્યા હતા. બ્રિટિશ સામ્રાજ્ય ભયભીત થયું હતું. તેને પોતાનું અસ્તિત્વ જોખમમાં લાગ્યું હતું.’ ત્યાર પછી તેણે બ્રિટિશ અધિકારીઓ પર જીવના જોખમે હુમલા કરનાર ક્રાંતિકારીઓને અંજલિ આપી હતી. સાવરકરના લંડનના શિષ્ય 5


ગાંધીની હત્યા સમાજના વ્યાપક કલ્યાણ માટે જરૂરી હતી એવું સાબિત કરવા ગોડસેએ દલીલ કરી, ‘જ્યારે શાસનની ધુરા દુષ્ટોના હાથમાં જાય, ત્યારે આ દુષ્ટતાની સામે અસંતોષ, વિદ્રોહ અને વેરની ભાવના ઊભી થાય જ.’ સાવરકરના ઉપદેશને અનુસરીને દલીલ કરતા તેણે એ પણ કહ્યું કે, ગાંધીની હત્યા; ભારતીય પુરાણો, આધુનિક યુદ્ધ અને માનવ-સ્વભાવ આ ત્રણે દૃષ્ટિએ યોગ્ય હતી

મદનલાલ ઢીંગરાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. મદનલાલ ઢીંગરાએ કર્ઝન વાયલીને મારી નાખ્યો ‘એ કૃ ત્ય ભારતીય યુવાનોનું વિદેશી શાસન સામેનું બંડ હતું. સ્વતંત્રતાનો ઝંડો તેમણે લહે રાવ્યો હતો અને ધારણ કર્યો હતો ત્યારે ગાંધીનું નામ પણ કોઈ જાણતું ન હતું.’ આ ક્રાંતિકારીઓને ‘હિં સક’ કહી વખોડનાર ગાંધી માટે ત્યાર પછી તેણે ગુસ્સો ઠાલવ્યો, ‘ગાંધીજીએ ક્રાંતિકારીઓની નિંદા કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. જાહે રમાં અને અખબારો સામે વારં વાર એમને ઉતારી પાડ્યા હતા.’ ‘અને જ ેમ જ ેમ તેઓ હિં સા અને બળનો વિરોધ કરતા ગયા, તેમ તેમ તેમની લોકપ્રિયતા વધતી ગઈ.’ કોમી હિં સા પર આવતાં ગોડસેએ ગાંધી પર આરોપ મૂક્યો કે તેમણે મુસ્લિમો સામેના હિં દુઓના સહજ અને જરૂરી વિરોધને હતોત્સાહ કર્યો. ‘ગાંધીજીએ સમજવું જોઈતું હતું કે હિં દુઓના મનમાં ઊઠતો રોષ એક સ્વાભાવિક પ્રતિકાર હતો. બિહારમાં હિં દુઓએ જ ે કર્યું કે અન્ય સ્થળે હિં દુઓએ જ ે કર્યું તે મુસ્લિમોએ કરે લા અત્યાચારનો સ્વાભાવિક પ્રત્યાઘાત હતો. જ ેમ ભલાઈ, તેમ જ ક્રૂરતા પણ 6

અધ્યાત્મની જ ેમ મનુષ્યની પ્રકૃ તિ સાથે વણાયેલી છે.’ ગાંધીની હત્યા સમાજના વ્યાપક કલ્યાણ માટે જરૂરી હતી એવું સાબિત કરવા ગોડસેએ દલીલ કરી, ‘જ્યારે શાસનની ધુરા દુષ્ટોના હાથમાં જાય, ત્યારે આ દુષ્ટતાની સામે અસંતોષ, વિદ્રોહ અને વેરની ભાવના ઊભી થાય જ.’ સાવરકરના ઉપદેશને અનુસરીને દલીલ કરતા તેણે એ પણ કહ્યું કે, ગાંધીની હત્યા; ભારતીય પુરાણો, આધુનિક યુદ્ધ અને માનવ-સ્વભાવ આ ત્રણે દૃષ્ટિએ યોગ્ય હતી. ‘રામાયણ અને મહાભારતના પ્રસંગો જુ ઓ કે અમેરિકા અને ઇંગ્લૅન્ડની જાપાન અને જર્મની સામેની લડાઈ જુ ઓ. ક્રિયા-પ્રતિક્રિયાની ઘટનાએ જ એમાં મુખ્ય ભાગ ભજવ્યો હોય છે. પછી તે સારી હોય કે ખરાબ હોય. માનવીનો આ સ્વભાવ છે.’ ‘ગાંધીહત્યા એ શોકનો નહીં, ઊજવણીનો પ્રસંગ છે.’ આવું સાબિત કરવાના પ્રયત્નમાં ગોડસેએ ગર્વથી કહ્યું કે, ઇતિહાસ પણ એની પડખે છે. જ ેઓ ગોડસેના કૃ ત્યનો વિરોધ કરે છે તેઓ પણ ઇતિહાસ સાથે સંમત થશે : ઇતિહાસ, ગોડસેના જ ે સિદ્ધાંતોનું સમર્થન કરે છે તે સિદ્ધાંતો કયા? ગોડસેએ કહ્યું: ૧. આક્રમણને ખાળવાની તાલીમ અહિં સામાં નથી, સરકારી નીતિ તરીકે અહિં સા દેશનો વિનાશ જ નોતરે . ૨. સુહરાવર્દી જ ેવા, હત્યાકાંડને સમર્થન આપતા દુશ્મન સાથે મૈત્રી કરવી એ ખોટુ ં છે. દુશ્મનનો વધ થવો જોઈએ. ૩. સ્વાતંત્ર્ય જીતવું પડે છે. તેને માટે હત્યાઓ કરવી પડે છે. યુદ્ધમાં હત્યા કરવાના અનેક માર્ગો વપરાય છે. વિશ્વયુદ્ધો તેની સાક્ષી પૂરે છે. ૪. દુષ્ટની દુષ્ટતા સામે પ્રતિઆક્રમણ એ માનવસ્વભાવ છે. સમાજનું સંચાલન કરવામાં આ શક્તિ જોઈએ જ. [ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીહત્યાને અને જ ે રીતે ગાંધીની હત્યા થઈ તેને આપણે ભલે વખોડીએ, ગોડસે સૂચવે છે કે મારા સિદ્ધાંતો અને વિચારોને તમે વખોડી નહીં શકો. ગોડસે સ્પષ્ટ છે, હત્યા કરવી પડે છે, કરવી જોઈએ. ગાંધીના વિચારો કે ગાંધી માત્ર ગોડસેના વર્ણનમાં તો સમાઈ નથી જતા. ગાંધીએ અંગ્રેજોને તેમનો સામ્રાજ્યવાદ ખોટો છે તેમ કહ્યું. તેમણે એ પણ દર્શાવ્યું હતું કે, તેમના ખ્રિસ્તી ધર્મમાં પણ અહિં સાથી વિશ્વપરિવર્તનનો વિચાર છે. ગાંધી જ્યારે બીજી ગોળમેજી પરિષદમાં લંડન જઈ પાછા ફરતા હતા ત્યારની વાત. સ્ટીમરમાં પણ ગાંધી પ્રાર્થના કરતા અને તેમાં ખ્રિસ્તીઓ પણ જોડાતા. ૩૧ ડિસેમ્બર હતી. ખ્રિસ્તીઓએ પોતાના હિં દુ મિત્ર ગાંધીને પ્રાર્થના પછી ઈસુ વિશે થોડું બોલવાની વિનંતી કરી. ગાંધીનો પ્રતિભાવ આ હતો : ‘હં ુ ખ્રિસ્તી નથી. એક આગંતુક તરીકે જ્યારે ન્યૂ ટેસ્ટામેન્ટમાં આપેલી ઈસુ ખ્રિસ્તની કહાણી વિશે જાણ્યું ત્યારે હં ુ સ્તબ્ધ થઈ ગયો. બાઇબલ સાથેનું મારું ૪૫ વર્ષ પુરાણું અનુસંધાન ન્યૂ ટેસ્ટામેન્ટથી જ થયું હતું. જ્યારે મેં ઈસુએ પર્વત પરથી આપેલો ઉપદેશ વાંચ્યો ત્યારે હં ુ ખ્રિસ્તી ધર્મને સાચી રીતે સમજવા પામ્યો અને આ ઉપદેશ, બાળપણમાં જ ે હં ુ શીખ્યો હતો, જ ે મારા અસ્તિત્વમાં અવિભાજ્ય રીતે જોડાઈ ગયું હતું, તેને અજબ રીતે મળતો આવતો હતો. ‘આ ઉપદેશ હતો અહિં સાનો. દુષ્ટતા સામે અપ્રતિકારનો. ત્યારે અને ત્યાર પછી મેં જ ે વાંચ્યું, તેમાંથી જ ે મારી સાથે હં મેશ રહ્યું તે એ કે ઈસુ એક નવો જ કાનૂન લઈને આવ્યા હતા—જોકે એમણે કહ્યું હતું કે, પોતે કોઈ નવો કાનૂન સ્થાપવા નથી આવ્યા, મોઝિસના કાયદામાં પરિવર્તન કરવા नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

ઈશ્વરના રાજ્યમાં, ખ્રિસ્તી ધર્મમાં આપણાં આ બે હજાર વર્ષનો કોઈ હિસાબ નથી. એટલે જ આપણે ગાઈએ છીએ : ‘ઑલ ગ્લોરી ટુ ગોડ ઑન હાઇ ઍન્ડ ઑન ધ અર્થ બી પીસ’ : લાગે છે કે આજે ઈશ્વરની આભા કે શાંતિ જગતમાં મળવાં મુશ્કેલ છે

આવ્યા છે—પણ આ પરિવર્તન એટલું વિરાટ હતું કે તે લગભગ નવો કાનૂન જ બની ગયું—આંખ સામે આંખ ને દાંત સામે દાંતનો નહીં, પણ કોઈ એક તમાચો મારે તો બીજો ખાવા અને કોઈ એક માઈલ ચાલવાની અપેક્ષા રાખે ત્યારે બે માઈલ ચાલવા તૈયાર હોવાનો કાનૂન. ‘જ્યારે મારે ઈશ્વરનો ડર રાખી જીવનારા સાચા ખ્રિસ્તીઓને મળવાનું થયું ત્યારે મને પ્રતીતિ થઈ કે આ એક જ ઉપદેશમાં ખ્રિસ્તી તરીકે જીવવા માગનાર માટે સઘળો સાર સમાઈ જાય છે. મેં પણ ઈસુનો આ ઉપદેશ જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો છે. ‘જ્ઞાનપૂર્વક આ ઉપદેશ ગ્રહણ કરીએ તો મને એવું લાગે છે કે, ખ્રિસ્તી ધર્મે હજુ પથદર્શક બનવાનું છે. અસીમ પ્રેમ અને અહિં સા જગતમાં હં મેશાં જીવશે. પુસ્તકોના શબ્દોની સીમાઓ ઓળંગી જશે. આ પ્રેમ શીખવી શકાતો નથી. તેનો ઉપદેશ આપી શકાતો નથી, તે હૃદયથી હૃદય સુધી સહજ પ્રસરે છે. જોકે ખ્રિસ્તી ધર્મને આ રીતે લોકો જોતા નથી, એ જુ દી વાત છે. ‘ઈશ્વરના રાજ્યમાં, ખ્રિસ્તી ધર્મમાં આપણાં આ બે હજાર વર્ષનો કોઈ હિસાબ નથી. એટલે જ 7


જ્યાં સુધી સૌ માટે શાંતિની કામના ન કરીએ ત્યાં સુધી પોતાને શાંતિ મળતી નથી. આ યુક્લિડના પ્રમેય જેવો અચલ સિદ્ધાંત છે. તોફાનો વચ્ચે પણ શાંતિ સંભવે છે; પણ એવું ત્યારે જ શક્ય બને જ્યારે તમે તોફાનો શાંત કરવા માટે જિંદગી ખર્ચી નાખો, પોતાનું ક્રૂસારોહણ થઈ જવા દો’

આપણે ગાઈએ છીએ : ‘ઑલ ગ્લોરી ટુ ગોડ ઑન હાઇ ઍન્ડ ઑન ધ અર્થ બી પીસ’ : લાગે છે કે આજ ે ઈશ્વરની આભા કે શાંતિ જગતમાં મળવાં મુશ્કેલ છે. ‘જ્યાં સુધી જગતમાં ભૂખ છે, ઈસુનો જન્મ થવાનો બાકી છે અને આપણે તેની રાહ જોવાની છે. જ્યારે સાચી શાંતિ સ્થપાશે, ત્યારે આપણે કશું બતાવવું નહીં પડે, એ જીવનમાં વણાઈ ગયું હશે. ત્યારે આપણે કહી શકીશું કે, ઈસુનો જન્મ થઈ ગયો. આપણે જ ે ગાઈએ છીએ તેનો ખરો અર્થ હં ુ આ જોઉં છુ .ં ત્યાર પછી આપણે વર્ષના કોઈ ચોક્કસ દિવસને ઈસુના જન્મ સાથે જોડાવો નહીં પડે. પ્રત્યેક દિવસ અને તેની પ્રત્યેક પળે ઈસુ જન્મ લેશે. ‘એટલે આજ ે તો ‘હે પી ક્રિસમસ’ એ એક અર્થહીન અને ખાલીખમ ઔપચારિકતા માત્ર છે. જ્યાં સુધી સૌ માટે શાંતિની કામના ન કરીએ ત્યાં સુધી પોતાને શાંતિ મળતી નથી. આ યુક્લિડના પ્રમેય જ ેવો અચલ સિદ્ધાંત છે. તોફાનો વચ્ચે પણ શાંતિ સંભવે છે; પણ એવું ત્યારે જ શક્ય બને જ્યારે તમે તોફાનો શાંત કરવા માટે જિંદગી ખર્ચી નાખો, પોતાનું ક્રૂસારોહણ થઈ જવા દો.’ 8

ઈસુના ચમત્કારિક જન્મની જ ેમ આ ભયાનક કાળમાં ક્રૂસારોહણ પણ શાશ્વત અને સત્ય છે. ક્રૉસ પર મૃત્યુ પામ્યા પછી જ ઈસુ નવજન્મ પામ્યા હતા. ઈસુને જીવવું એટલે ક્રૉસ પર જીવવું, એ વગરનું જીવન એટલે મૃત્યુમાં, મૂર્છામાં જીવવું. બીજા વિશ્વયુદ્ધની પૂર્વસંધ્યાએ, ૧૯૩૮ની પાનખરની આખરે ખ્રિસ્તીઓનું એક આંતરરાષ્ટ્રીય જૂ થ મદ્રાસ આવ્યું હતું. ગાંધી સાથે બેસી તેમને આ સ્થિતિમાં ઈસુના સંદેશના સંદર્ભે કેવા નિર્ણય કેવી રીતે લેવા તેની ચર્ચા કરવી હતી. ગાંધી જ ે રીતે ખ્રિસ્તી ધર્મને જુ એ છે, સમજ ે છે, તેના અનુસંધાનમાં તેમનો મત જાણવાનું આ જૂ થને મન હતું. આ ખ્રિસ્તીઓ સાથે વાત કરતાં ગાંધીએ ઈસુના ધન વિશેના વિચારોની વાત કરતા કહ્યું, ‘હં ુ માનું છુ ં કે તમે ઈશ્વરની અને કુ બેરની પૂજા એકસાથે ન કરી શકો. ધાર્મિક સંસ્થાનોમાં જ્યારે એની જરૂરિયાતથી વધુ ધન આવે ત્યારે ઈશ્વર પરની શ્રદ્ધા પર ઝાંખપ આવવાની શરૂઆત થાય છે. ઈશ્વરશ્રદ્ધા, ધનશ્રદ્ધામાં ફે રવાઈ જાય છે. પછી બધું ધન પર નિર્ભર રહે વા માંડ ે છે. ‘દક્ષિણ આફ્રિકામાં જ્યારે મેં સત્યાગ્રહ કૂ ચ શરૂ કરી હતી ત્યારે મારા ખિસ્સામાં એક પૈસો ન હતો અને તોપણ મારું હૃદય શાંત હતું. મારે ત્રણ હજાર લોકોની વ્યવસ્થા જોવાની હતી. ‘કશો ભય નથી,’ મેં વિચાર્યું, ‘જો ઈશ્વરની ઇચ્છા હશે, તો ઈશ્વર કાર્યને આગળ વધારશે.’ અને ભારતથી ધન આવવાનું શરૂ થયું. એ પ્રવાહને પણ મારે રોકવો પડ્યો, કારણ કે ધન આવ્યું ને મારી દરિદ્રતા શરૂ થઈ. હકીકત એ છે કે જ ે ક્ષણે નાણાકીય સ્થિરતા આવે છે તે જ ક્ષણે આધ્યાત્મિકતાનું દેવાળું ફૂંકાવું શરૂ થાય છે. બહુ ભારપૂર્વક ગાંધીએ છેલ્લું વાક્ય કહ્યું હતું. ખ્રિસ્તીઓએ ગાંધીને પૂછ્યું કે ‘દુષ્ટ’ રાષ્ટ્રોનું શું [ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કરવું—સવાલ કરતી વખતે તેમનાં મનમાં જર્મની, ઈટલી અને જાપાન હતાં. ભારત અને બ્રિટિશશાસિત અન્ય રાષ્ટ્રો, આ રાષ્ટ્રો તરફ કેવું વલણ ધરાવે છે એ એમને સમજવું હતું. ગાંધીએ કહ્યું, ‘બળ, ગમે તેટલી ન્યાયબુદ્ધિથી તેનો ઉપયોગ થયો હોય, અંતે તો હિટલર અને મુસોલિનીએ કરે લા બળપ્રયોગના છેડ ે જ જઈને ઊભું રહે શે. જ ે તફાવત હશે તે પ્રમાણનો હશે. જ ેઓ અહિં સામાં માને છે તેમને માટે આ કટોકટીની ઘડી મહત્ત્વની છે. આપણે આ ‘દુષ્ટ’ રાષ્ટ્રોના હૃદયને પણ સ્પર્શવાની આશા ન છોડીએ—એ ક્ષણે પણ, જ્યારે તેઓ આપણાં માથાં પકડીને ભીંત પર પછાડે.’ ખ્રિસ્તીઓ સાથે યુદ્ધપૂર્વે થયેલી આ વાતો અને યુદ્ધ પછી વિન્સેન્ટ શીન સાથે થયેલી વાતો—બંનેમાં અહિં સા પ્રત્યેની આ જ પ્રતિબદ્ધતા છે. અણુશસ્ત્રો વિશે વાત કરતાં તેમણે વિન્સેન્ટ શીનને કહ્યું હતું, અણુશસ્ત્રોની સ્પર્ધામાં ઊતરવું અને તેની તાકાતથી યુદ્ધને અટકાવવું એ ‘સાધ્ય ખોટુ ં નથી, પણ સાધનો ખોટાં છે. આ સત્યનો માર્ગ નથી.’ યુદ્ધ પછી ગાંધીએ વિન્સેન્ટ શીનને એ જ કહ્યું હતું જ ે તેમણે યુદ્ધ પહે લાં ખ્રિસ્તીઓને કહ્યું, ‘અહિં સા સારા પરિણામ માટે અનિવાર્ય છે.’ આ ગાંધીની અનુભવવાણી હતી. મૃત્યુની ઘડી સુધી પ્રયોગો કરતા રહીને તેમણે જ ે શોધ્યું હતું તે શાશ્વત સત્ય હતું. તેમણે જ ે કહ્યું તે ખ્રિસ્તીઓ કેટલું સમજ્યા હશે? તેમનું સત્ય જર્મની, ઈટાલી કે જાપાનના શાસકોની ક્રૂર નીતિ પરથી કે બ્રિટિશ શાસનની શોષક નીતિના માળખા પરથી તારવેલું કોઈ સૈદ્ધાંતિક સત્ય ન હતું. ગાંધીનું સત્ય શાશ્વત સત્ય હતું. એ સત્ય, જ ે તેમણે પોતે જ ેને ‘ક્રૉસ’ કહે તા તેના પર જડાઈને જોયેલું સત્ય હતું. ગાંધી અને ખ્રિસ્તીઓના સંવાદની ફલશ્રુતિ આ नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

ગાંધીએ કહ્યું, ‘બળ, ગમે તેટલી ન્યાયબુદ્ધિથી તેનો ઉપયોગ થયો હોય, અંતે તો હિટલર અને મુસોલિનીએ કરેલા બળપ્રયોગના છેડે જ જઈને ઊભું રહેશે. જે તફાવત હશે તે પ્રમાણનો હશે. જેઓ અહિંસામાં માને છે તેમને માટે આ કટોકટીની ઘડી મહત્ત્વની છે. આપણે આ ‘દુષ્ટ’ રાષ્ટ્રોના હૃદયને પણ સ્પર્શવાની આશા ન છોડીએ

હતી—ગાંધી ‘ક્રૉસ’ની નવી વ્યાખ્યા કરી રહ્યા હતા. તેમાં કોઈ ધાર્મિક મતાગ્રહ ન હતો. એ એક જીવંત અને શાશ્વત સિદ્ધાંતનું પ્રતિપાદન હતું. એ સિદ્ધાંત; જ ે અસત્ય, હિં સા અને વેરભાવનાનો કાયમી ઉકેલ હોય. અહિં સા અને બ્રહ્માંડમાં વ્યાપ્ત ઊર્જા વચ્ચેનું સમીકરણ ગાંધીએ પૂર્ણપણે અનુભવ્યું હતું. તેમણે કહ્યું હતું, ‘મારા મતે અહિં સા કોઈ પણ રૂપમાં નિષ્ક્રિય ન હોઈ શકે. અહિં સા વિશ્વનું સૌથી વધુ સક્ષમ અને સક્રિય બળ છે. અહિં સા સર્વોચ્ચ નિયમ છે. મારાં પચાસ વર્ષના અનુભવો દરમ્યાન હં ુ ક્યારે ય પોતાને અસહાય અનુભવી શક્યો નથી. મારે ક્યારે ય એ કહે વાનો વારો નથી આવ્યો કે, આ પરિસ્થિતિનો ઉકેલ અહિં સા પાસે નથી.’ ગાંધીએ જોયું હતું કે લોકોમાં એક ઊર્જા પ્રવર્તી રહી હોય છે. ખ્રિસ્તી રાજકારણીઓ તે ઊર્જાને પોતાના નિર્ણયનો પાયો ગણતા આવ્યા છે. ગાંધીએ પર્સી બાયશી શેલીના એક કાવ્ય ‘માસ્ક ઑફ એનાર્કી’ની અંતિમ પંક્તિઓનો ઉલ્લેખ કયો હતો. રાઇઝ લાઇક લાયન્સ આફટર સ્લમ્બર ઇન અનવેન્કિશેબલ નંબર— 9


ક્યારે ક સંગીત વિના. શ્રદ્ધા શબ્દોમાં વર્ણવી શકાતી નથી. વ્યક્તિગત પ્રાર્થના પણ અવર્ણનીય છે. સભાનપણે અને અભાનપણે એ ચાલ્યા કરતી હોય છે. ક્યારે ક એક ક્ષણ માટે પણ કોઈની આંખો બીજ ે ભમતી હોય કે શબ્દસૂર ચુકાતો હોય તેવું બન્યું નથી. હં ુ ખ્રિસ્તીઓની જ ેમ પ્રાર્થના કરતો નથી. એમાં કશું ખોટુ ં છે એમ માનતો નથી, પણ મારી આદત જુ દી છે. એમની રીતે શબ્દો મારામાં આવતા નથી. ઈશ્વર આપણને અને આપણી જરૂરિયાતોને જાણે છે. મારી માગણીઓને શબ્દોમાં મૂકવાની જરૂર નથી. પણ માણસ તરીકે મારી શક્તિ મર્યાદિત છે. હં ુ અપૂર્ણ છુ .ં બાળકને જ ેમ પિતાનું તેવું રક્ષણ મને ઈશ્વરનું જોઈએ ખરું. અને એ રક્ષણ હં મેશાં મને મળતું રહ્યું છે. જ્યારે સર્વત્ર કાળુંડિબાંગ અંધારું હોય ત્યારે મેં ઈશ્વરને મારી નિકટ અનુભવ્યો છે—જ ેલમાં પણ અને જીવનની મુશ્કેલ યાત્રામાં પણ. ‘એક પણ ક્ષણે ઈશ્વર મારાથી દૂર રહ્યો હોય એવું મને સ્મરણ નથી.’ અહિં સાની ગાંધીની વિભાવના, તેમના પછી શહીદ થયેલ માર્ટિન લ્યૂથર કિંગ જૂ નિયરના આ શબ્દોમાં પણ વ્યક્ત થાય છે. ‘નૈતિક વિશ્વની કમાન ઘણી લાંબી છે. પણ તે એક દિવસ ન્યાય તરફ ઝૂકે છે, એની પ્રતીતિ સૌને થાઓ.’ ગાંધીના મૂળભૂત પ્રશ્નને પણ માર્ટિન લ્યૂથર કિંગે આકસ્મિક ભવિષ્યવાણીના રૂપમાં મૂક્યો છે : આજ ે પસંદગી હિં સા અને અહિં સા વચ્ચેની રહી નથી. આજ ે પસંદગી કરવાની છે અહિં સા અને સર્વનાશ વચ્ચે. પસંદગી આપણા જ હાથમાં છે.

શેક યૉર ચેઇન્સ ટુ અર્થ, લાઇક ડ્યુ વિચ ઇન સ્લિપ હે ઝ ફોલન ઑન યૂ યૂ આર મેની, ધે આર ફ્યુ. મુલાકાતીઓ વિદાય થયા એ પહે લાં ગાંધીએ તેમને અહિં સાનું એક ઉમદા ઉદાહરણ આપ્યું. એકવીસમી સદીમાં મુસ્લિમ જગત અમેરિકાની લશ્કરી યોજનાઓને ભોંયભેગી કરી આતંકવાદી આક્રમણનો સિલસિલો કરવાનું હતું—તેના અનુસંધાનમાં આ વાત સમજવા જ ેવી છે. ગાંધી અબ્દુલ ગફારખાનના અહિં સક સૈન્યની વાત કરી રહ્યા હતા. ભારતની વાયવ્ય સરદહે આવેલો એમનો પ્રદેશ ભાગલા વખતે પાકિસ્તાનમાં ગયો હતો. ‘જ ે મેં જોયું તે હં ુ માનવા તૈયાર ન હતો. હૃદયમાં ઊંડી નિષ્ઠા સાથે તેઓ મરવા તૈયાર હતા. અહિં સાનો પ્રકાશ અને આશા તેઓ અનુભવી શક્યા હતા. જગત કાળુંધબ થઈ જાય તે પહે લાં આશાનો આ પ્રકાશ તેઓ સંકોરવા માગતા હતા. એક-બે માણસો નહીં, એક-બે પરિવાર નહીં, આખો પ્રદેશ. આ એ લોકો છે જ ેમના લોહીમાં જમીનદારી છે, જ ેઓ જંગલના વાઘની જ ેમ જીવ્યા છે. જ ે હં મેશાં ચાકુ , ખંજર અને રાઇફલોથી સજ્જ હોય છે, જ ેમનાથી તેમના ઊપરી અમલદારો ધાક પામે છે. એ હજારો લોકો આજ ે પરિવર્તન પામ્યા છે. ખૂનામરકી ભૂતકાળની વાત બની ગઈ છે. ખાનસાહે બની અહિં સક ચળવળે એમના પઠાણોને અહિં સાની નવી ઊર્જાથી ભરી દીધા છે.’ અને પ્રાર્થના પહે લાં ગાંધીએ તેમને એક છેલ્લી વાત કહી : ‘અમે રોજ સવારે ૪ : ૨૦ વાગ્યે સમૂહપ્રાર્થના કરીએ છીએ. વર્ષોથી, અમે ગીતાના શ્લોક બોલીએ છીએ, સાથે અન્ય ધર્મપુસ્તકોમાંથી પણ સ્તવનો ગાઈએ છીએ. ક્યારે ક સંગીત સંગાથે, 

10

[ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ગાંધી ગયા હવે માર્ગદર્શન કોણ આપશે> ગોપાલકૃ ષ્ણ ગાંધી ‘ગાંધી ગયા હવે માર્ગદર્શન કોણ આપશે?’ ૧૯૪૮માં ગાંધીનિર્વાણ બાદ ઊભો થયેલો સવાલ આજ ેય જ ેમનો તેમ છે. સર્વાંગી માર્ગદર્શન કોઈ આપે અને તેની અસર દેશભરમાં ઝીલાય તેમ ગાંધીજી પછી બનવા પામ્યું નથી. આશ્ચર્યની વાત તો એ છે કે, હવે ‘ગાંધી ગયા…’નો વિમર્શ કરનારો વર્ગેય મર્યાદિત થયો છે; અને જ ેઓ દેશના ઊંચા પદે બિરાજ્યા છે તેઓનો સંવાદ મહદંશે સત્તા પર ટકી રહે વાની ગતિવિધિઓમાં જ પૂરો થઈ જાય છે. આ શૂન્યાવકાશને પૂરવો જ ેમ આજ ે પડકારજનક છે, તેમ ગાંધીહત્યાના તુરંત બાદ પણ હતો. એટલે જ આ મુદ્દાને લઈને તે કાળે સેવાગ્રામ-વર્ધા (૧૧થી ૧૫ માર્ચ, ૧૯૪૮)માં ઐતિહાસિક કહી શકાય તેવું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં દેશના તત્કાલિન રાજકીય-સામાજિક આગેવાનો સામેલ થયા હતા. આ આગેવાનોએ ગાંધીમાર્ગ પર કેવી રીતે આગળ વધી શકાય તે વિશે દિલ ખોલીને સંવાદ કર્યો હતો. એ સંવાદનું દસ્તાવેજરૂપી નોંધ ગાંધી ગયા હવે માર્ગદર્શન કોણ આપશે? (અનુ. : રમણ મોદી) પુસ્તકરૂપે થયું છે; તેના સંપાદિત અંશ અહીં રજૂ કર્યા છે.

રાજ ેન્દ્ર પ્રસાદ : બહે નો અને ભાઈઓ, જ ેના

ઘરનો માલિક ગુજરી જાય અને ઘરના બધા માણસો ભેગા થઈને વિચારવા લાગે કે, ઘરનું કામ કેવી રીતે ચાલશે, કંઈક એવી જ હાલત આપણા લોકોની છે. ગાંધીજીએ સત્ય અને અહિં સાને રસ્તે બધા માણસોના જીવનને ઉપર ઉઠાવવાની કોશિશ કરી. આપણે આપણી મુશ્કેલીઓ લઈને ગાંધીજી પાસે જતા હતા. એઓ એ મુશ્કેલીઓ હલકી કરી દેતા હતા. હવે એ કામ મુશ્કેલ થઈ ગયું છે. દેશની સામે મોટા મોટા સવાલો છે. જ ેમાં સૌથી મોટો સવાલ એ છે જ ેને કારણે ગાંધીજીનો જાન ગયો, પણ છેલ્લા પાંચ-છ મહિનામાં જ ે જોયું તેને કોઈ અધમ માણસ પણ ખરાબ માનશે. સ્ત્રીઓ પર હાથ ઉઠાવવો, માસૂમ બાળકોને કાપી નાખવા, બીમારો અને વૃદ્ધો પર દયા ન રાખવી, એ બધી વાતો મુસલમાનોએ કરી હોય અથવા હિં દુઓ કે શીખોએ કરી હોય. આટલા મોટા પ્રમાણમાં આવી હે વાનિયતનું ઉદાહરણ ઇતિહાસમાં બીજ ે ક્યાંય નહીં મળે. ગાંધીજી એની જ વિરુદ્ધ લડી રહ્યા હતા. એમાં જ એમનો જાન ગયો.

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

આપણે ખાસ કરીને બે વાતોનો વિચાર કરવાનો છે. ગાંધીજીના વિચારોનો ફે લાવો આ દેશમાં કેવી રીતે કરીએ અને રચનાત્મક સંઘ આ આશયને પૂરો કરવા માટે અમારી મદદ કરી શકે છે કે નહીં, અલગ અલગ રહીને કે મળીને કે પછી એક સંઘને રૂપે એક થઈને. બીજો સવાલ એ છે કે ગાંધીવિચારને માનનારાઓનું કોઈ સંગઠન હોય કે ન હોય? આજ ે અનેક પ્રકારની સંસ્થાઓ અને અનેક પ્રકારનાં સંગઠનો મેદાનમાં છે. સૌથી મોટી સંસ્થા કૉંગ્રેસ છે. આજની સરકારમાં અને કૉંગ્રેસમાં કોઈ અંતર નથી. સરકારમાં જ ે લોકો છે તે અભણ છે, આપણા વિચારના છે. આપણે મોકલેલા છે, તેઓ પોતાની મરજીથી ત્યાં નથી બેઠા. કૉંગ્રેસે એમને બેસાડ્યા છે. એમનામાં અને આપણામાં ભેદ નથી. તેમ છતાં સરકારી અને ગેરસરકારી અધિકારોમાં ફરક હોય છે. એટલે એમની સાથે આપણો શું સંબંધ હોય એનો ફેં સલો કરી લેવો જોઈએ. એક એવી જમાત જરૂર હોય જ ે પોતાના વિચાર અને જીવનથી લોકોને બતાવે કે કેવી રીતે વર્તવું જોઈએ. 11


આપણે આપણા લોકોની કોઈ ખાસ ગણ્યાગાંઠ્યા લોકોની જમાત બનાવીને નથી બેસવું. આ કોઈ ગાંધીજીના ચેલાઓનો સંપ્રદાય બનાવવાની કોશિશ નથી. મોજૂદ રચનાત્મક સંઘોને એક કરવા અથવા કોઈ એક નવો સંઘ કાયમ કરવો, એ સવાલો પણ સ્વયં મોટા તો છે; પણ માનવતાની સંભાળ રાખવી સૌથી મહત્ત્વનો સવાલ છે

આપણે આપણા લોકોની કોઈ ખાસ ગણ્યાગાંઠ્યા લોકોની જમાત બનાવીને નથી બેસવું. આ કોઈ ગાંધીજીના ચેલાઓનો સંપ્રદાય બનાવવાની કોશિશ નથી. મોજૂ દ રચનાત્મક સંઘોને એક કરવા અથવા કોઈ એક નવો સંઘ કાયમ કરવો, એ સવાલો પણ સ્વયં મોટા તો છે; પણ માનવતાની સંભાળ રાખવી સૌથી મહત્ત્વનો સવાલ છે. વિનોબાજીને નિવેદન કરું છુ ં કે એઓ આ મોકા પર કંઈક કહે . વિનોબા : પ્રમુખસાહે બ, પંડિતજી, ભાઈઓ અને બહે નો. જોકે હં ુ ગાંધીજીની પાસે રહ્યો તોપણ એમનો પાળેલો એક જંગલી જાનવર છુ .ં એવા માણસને માટે ઊભા થઈને કંઈ કહે વું કેટલું કઠણ છે તોપણ આજ્ઞા થઈ છે તો મનમાં જ ે વિચાર આવે છે તે આપની સામે રજૂ કરું છુ .ં આપણા વયોવૃદ્ધ નેતા પણ અહીં બેઠા છે. એમની પાસે માર્ગદર્શનની આપણે આશા રાખીએ છીએ. બાપુજીએ તો ઘણી વાર કહ્યું હતું કે, એમની પાછળ પંડિતજી જ એમના વારસ હશે. એટલે એમના માર્ગદર્શનનાં તો આપણે હકદાર પણ છીએ. આવડો મોટો દેશ પોતાની આઝાદી મેળવતા જ તરત જ આટલો બધો પડી જશે એવી તો કદી કલ્પના પણ કરી ન હતી. આ દેશની આવી હાલત 12

કેમ થઈ? આપણો દાવો તો એ છે કે આપણે આપણી આઝાદી વિશેષ તરીકાથી મેળવી છે, જ ેવી બીજા દેશોએ નથી કરી. આપણે સફળ થયા. દુનિયા આપણો દાવો મંજૂર કરે છે પણ આવો દાવો કરનારા લોકો એકાએક કેવી રીતે પડી ગયા, એનું કારણ હં ુ શોધી રહ્યો છુ ં પણ ઠીક જવાબ નથી મળતો. આપણે કારણો જાણીશું તો એનો ઉપાય પણ કરી શકીશું. બાપુએ જીવનભર આપણને એ જ શીખવ્યું કે જ ેવા આપણા સાધન તેવી જ આપણી મુરાદ હશે. એટલે કે સાધનોનો રં ગ મુરાદ પર ચઢે છે. ગાંધીજીની હત્યા પાછળ એક મોટી જમાત છે. એ હત્યાની યોજના બનાવે છે. હત્યા થતાં આનંદ મનાવવાની તૈયારી કરે છે અને એનાં બધાં આયોજનોનો આપણને પત્તો પણ નથી લાગતો. જો આપણે સાધનશુદ્ધિનો વિચાર છોડી દઈએ તો શું એવી જમાત કાબેલ નહીં ગણાય? પોતાની મુરાદ પૂરી કરવાને માટે ગમે તેવા સાધન જો માન્ય ગણવામાં આવે, તો પછી કોની મુરાદ સાચી છે અને કોની ખોટી છે એ કોણ નક્કી કરશે? દરે કને પોતાની મુરાદ સાચી જ લાગે છે. ગાંધીજીનો મુખ્ય વિષય સત્ય અને શુદ્ધિનો હતો. માનવઇતિહાસમાં આ એક નવી વસ્તુ હતી. એમણે ટ્રસ્ટીશિપ શબ્દનો ઉપયોગ કર્યો, એવા શબ્દોથી જ ેમ કોઈ લાભ થાય છે તેમ નુકસાન પણ થાય છે. ટ્રસ્ટીશિપ શબ્દનો બધા ઍસોશિયેશન્સ(સંબંધો) સારા નથી. આપણે ત્યાં ગરીબી એટલી હદ સુધી છે કે, ગરીબ જનતાને બીજી બાજુ થી ઉશ્કેરવી ખૂબ સહે લી છે અને પછી એ અહિં સાથી જ કામ લેશે એમ નહીં કહી શકાય. એટલે આપણે નિશ્ચય કરવો જોઈએ કે ટ્રસ્ટીશિપના સિદ્ધાંતનો અમલ કરવાની આપણે પૂરી કોશિશ કરીશું અને વધારે સંપત્તિ નહીં રાખીએ. આટલી વાજબી અને આટલી ગેરવાજબી, એવી કોઈ રે ખા [ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


થોડી જ ખેંચી શકીએ? એમ કહીને એ વાત ટાળી દઈશું તો આગળ આવનારું જોખમ અટલ છે. ટ્રસ્ટીશિપની પાવનતાનો આધાર લઈને આપણો સંસાર આપણે એવી જ રીતે ચલાવીશું તો સારું કામ પણ દુર્લભ બની જશે. આપણી એક બિરાદરી સ્થાપવાનો અહીં વિચાર થઈ રહ્યો છે. એનું નામ શું હોય, કોને કોને એમાં દાખલ કરવામાં આવે વગેરે ચર્ચા ચાલી છે. મેં કહ્યું, મને નામ નહીં, કામ જોઈએ. કોઈ ખાસ સંઘ સ્થાપવાથી શું થશે? સંઘમાં તો થોડા લોકોનો જ સમાવેશ થાય છે. એક ભાઈ મને પૂછી રહ્યા હતા, ‘ગાંધીજીના સ્મરણને માટે અશોકસ્તંભ જ ેવા સ્તંભ ઊભા કરીએ તો કેવું?’ મે કહ્યું, ‘જનતાને જઈને પૂછો કે એને અશોકસ્તંભનો ખ્યાલ છે?’ જનતાને તો અશોકના નામનો પણ ખ્યાલ નથી. ઇતિહાસમાં અનેક રાજા થઈ ગયા. એમાં અશોક પણ થઈ ગયો. એ જરૂર એક મહાન અને દયાળુ રાજા હતો, પણ જનતા એને નથી જાણતી તુલસીદાસને જાણે છે. એવી જ રીતે ગાંધીજીનું જનતાના હૃદયમાં સ્થાન છે. એમના સ્મરણ માટે સ્તંભોની શું જરૂર?’ જવાહરલાલ નેહરુ : રાષ્ટ્રપિતાજી, બહે નો અને ભાઈઓ. ખબર નથી તમારા લોકોના દિલમાં કેવા વિચારો આવે છે. મારા દિલમાં અહીં આવીને અનેક પ્રકારના વિચાર ઊઠે છે. જ્યાં ગાંધીજી રહે તા હતા ત્યાં આટલો પહે રો અને પોલીસ ક્યાં સુધી વાજબી છે? હં ુ પરે શાન છુ .ં જો મારે લીધે આટલો બધો બંદોબસ્ત કરવામાં આવ્યો હોય તો મને તેની શરમ આવે છે. વિચારવા લાગું છુ ં કે આપણે જવું છે કઈ તરફ અને કઈ તરફ આગળ વધી રહ્યા છીએ. અહીં આપણે હિં સા-અહિં સાની ચર્ચા કરીએ અને ત્યાં મારે લડાઈની તૈયારી કરવી પડે છે. રોજ એ પ્રકારના ચક્કરમાં પડી જઈએ છીએ. સવારથી અડધી રાત नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

એક ભાઈ મને પૂછી રહ્યા હતા, ‘ગાંધીજીના સ્મરણને માટે અશોકસ્તંભ જેવા સ્તંભ ઊભા કરીએ તો કેવું?’ મે કહ્યું, ‘જનતાને જઈને પૂછો કે એને અશોકસ્તંભનો ખ્યાલ છે?’ જનતાને તો અશોકના નામનો પણ ખ્યાલ નથી. ઇતિહાસમાં અનેક રાજા થઈ ગયા. એમાં અશોક પણ થઈ ગયો. એ જરૂર એક મહાન અને દયાળુ રાજા હતો, પણ જનતા એને નથી જાણતી તુલસીદાસને જાણે છે

સુધી, જ ેમ એક મશીનમાં પડીને કામ કર્યા કરીએ છીએ. વિચારવાનો સમય પણ નથી મળતો. મારા દિમાગમાં કોઈ સફાઈ નથી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ–આપણા આશય તરફ જઈ રહ્યા છીએ કે બીજી તરફ. હં ુ તમને શું સલાહ આપું? ફક્ત મારા મગજની પરે શાની તમારી સમક્ષ રજૂ કરું છુ .ં આ વખતે બહારથી હુમલાની ચિંતા નથી. ડર છે આપસની હિં સાનો-અંદરની લડાઈનો. પહે લા જ્યારે આઝાદીની લડાઈ ચાલતી હતી અને હિં સાઅહિં સાના સવાલથી દિમાગ પરે શાન થઈ જતું હતું તો બાપુજી પાસે ચાલ્યો જતો હતો. એમની સાથે ઘણી ચર્ચા અને વાદ-વિવાદ કર્યા પછી મારા મનમાં એક વાત બેસી ગઈ કે અંગ્રેજોની વિરુદ્ધ પણ જો આપણે હિં સાથી કામ લઈશું, તો આપણું ભલું ન થાય. અંગ્રેજોની વિરુદ્ધ તો થોડીક હિં સા કરી શકીશું પણ એ હિં સા આપસની હિં સાનું રૂપ લેશે અને પછી શું થશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ હતી. જ્યાં આપસમાં હિં સા શરૂ થઈ ત્યાં દેશના ટુકડા ટુકડા થઈ જશે. એ આઝાદ નહીં રહી શકે. આપસની હિં સાનો દરવાજો જો ખૂલી જશે તો એ હિં સા ક્યાંય ન અટકે. એટલે આપણે એ શિખામણ લેવાની છે 13


આપણામાંથી દરેક લાંબી લાંબી દલીલો કરે છે, ઊંચી ઊંચી વાતો કરે છે; પણ પ્રથમ મહત્ત્વની ચીજ કઈ છે એ અંગે કોઈનું દિમાગ સાફ નથી. જો હોત તો પછી જોખમ રહેત નહીં. જે ઉપાય અમે અમજાવીએ છીએ એ અંગે પહેલા કોઈ નથી વિચારતું. પાછળથી ખબર પડે છે કે એ સારો હતો કે ખરાબ. પરિણામ પરથી ઉપાય સારો હતો કે ખરાબ તેનો ફેંસલો થાય છે

કે સૌથી પહે લી કઈ વાત હોવી જોઈએ, બીજી કઈ અને ત્રીજી કઈ? પહે લી વસ્તુ પહે લા રાખવી જોઈએ. આપણે કેમ નબળા પડી ગયા છીએ એ વાત પર વિચાર કરવો જરૂરી છે. એ સહે લું છે કે પાકિસ્તાનનો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દોષ છે. પણ એનાથી આપણે કેવી રીતે છૂટી શકીએ? આખરે આપણો પણ દોષ તો છે. આપણે પરિસ્થિતિને સંભાળી ન શક્યા. આપણે હિં સાનું રૂપ જોયું. જાણે એની પરં પરા જ શરૂ થઈ ગઈ. એક મંત્રી તરીકે હં ુ એનો મુકાબલો કેવી રીતે કરું? મારી ફરજ થઈ જાય છે કે હં ુ એ હિં સાનો સામનો કરું. કારણ હં ુ જોઉં છુ ં કે હં ુ એમ ન કરું તો હિં સા ક્યાંય ન અટકે. આ દૃષ્ટિએ વિનોબાની વાત ખૂબ યોગ્ય હતી. એમણે જ ે સવાલ ઉઠાવ્યો તે પાયાની વસ્તુ છે. રાજનૈતિક મેદાનમાં આપણામાંથી દરે ક લાંબી લાંબી દલીલો કરે છે, ઊંચી ઊંચી વાતો કરે છે; પણ પ્રથમ મહત્ત્વની ચીજ કઈ છે એ અંગે કોઈનું દિમાગ સાફ નથી. જો હોત તો પછી જોખમ રહે ત નહીં. જ ે ઉપાય અમે અમજાવીએ છીએ એ અંગે પહે લા કોઈ નથી વિચારતું. પાછળથી ખબર પડે છે કે એ સારો હતો કે ખરાબ. પરિણામ પરથી 14

ઉપાય સારો હતો કે ખરાબ તેનો ફેં સલો થાય છે, પણ પાછળથી ખબર પડવાથી શું ફાયદો? એ ચર્ચા તો પુરાણી છે કે જો કામ સારું હોય તો એને માટે જ ે સારા-ખોટા ઉપાયો ઉપયોગમાં લેવામાં આવે તે પણ સારા જ છે. જમાનાથી આ ચર્ચા ચાલતી આવી છે, કારણ કે આ સવાલો ઘણા ગૂંચવણભર્યા હોય છે. એના ‘હા’ કે ‘ના’માં જવાબ નથી મળતા. ખૂબ તકલીફ અને હે રાનગતિ પછી હં ુ એ નિર્ણય પર પહોંચ્યો છુ ં કે ખોટાં પગલાં ભરવાથી પરિણામ ખરાબ જ આવે છે. વાત ખૂબ સામાન્ય છે પણ એનાં પરિણામ ઘણાં ઊંડાં હોઈ શકે. રાજનીતિમાં સમયનો ફાયદો જોવામાં આવે છે. જરૂરિયાત એ વાતની છે કે ભલે વ્યક્તિને ફાયદો થાય કે ન થાય, જ ે પગલું ભરવામાં આવે એ યોગ્ય પગલું હોય. જીવનનાં બધાં ક્ષેત્રોમાં આ સિદ્ધાંત પાયાનો છે. એ અંગે જો આપણું દિમાગ સાફ હોય તો બધા સવાલ ઊકલી શકે. જુ ઓ આજ ે હિં દુસ્તાનના હાલ કેવા છે. આપણા જોતજોતામાં બે લડાઈઓ થઈ ગઈ. સંભવ છે કે ત્રીજી લડાઈ પણ શરૂ થાય. એનાથી આપણે દૂર રહે વા ઇચ્છીએ તોપણ રહી ન શકીએ. એમ પણ અલગ રહીએ તો દુનિયામાં લાગેલી આગથી બચી ન શકીએ. સરકારના એક સભ્યને નાતે હં ુ ચૂપચાપ કેવી રીતે બેસી શકું. મારે મારા દેશની યોગ્ય તૈયારી કરવી પડે. આ એક સવાલ આપણી સામે છે. આપણી દાનત તો સારી છે, પણ આપણે કયાં સારાં સાધનોનો ઉપયોગ કરવો એનો નિર્ણય કરવો સહે લો નથી. જો દાનત સારી હોય તો બીજી વાતોની ઉપેક્ષા કરવામાં આવે, એ તો એ જ પુરાણી વાત છે. બીજી વાત. જનતાની ઉપર જ ે બોજ છે, જ ે શોષણ થાય છે એને હઠાવવાનો શું ઉપાય? વિનોબાજીએ સલાહ આપી કે આપણામાંના દરે કે જરૂરથી વધારે રાખવું ન જોઈએ. બિનજરૂરી [ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


વસ્તુઓનો ઉપયોગ નહીં કરવો જોઈએ. સૈદ્ધાંતિક અને પાયાની રીતે એમની સલાહ ઠીક છે. હા, એમાં મતભેદ હોઈ શકે કે જરૂરી શું છે અને બિનજરૂરી શું છે? બાબતો અંગે તમે મારાથી વધારે જાણો છો. એમાંની આ એક વાત છે. હં ુ વિનોબાજીની વાતની તરફદારી કરું છુ ,ં પણ જરૂરી અને બિનજરૂરીનો સવાલ ઊંડો છે એટલે આ બાબતમાં કોઈ ચોક્કસ નિર્ણય પર હં ુ નથી આવી શકતો અને કોઈ સલાહ આપવાનો અધિકાર પણ નથી રાખી શકતો. આ સૈદ્ધાંતિક બાબતો સિવાય આપણા રોજબરોજના સવાલો છે. એમનો સામનો આપણે ન કરીએ તો ઉત્તર ભારતની ફિઝા (સમસ્યા) કાબૂમાં ન રહી શકે. ડૉક્ટર ચોઇથારામ ગિડવાણીનો એક લાંબો તાર અહીં પહોંચ્યો છે. એ કહે છે કે આ સંમેલને શરણાર્થીઓના સવાલ પર પહે લું ધ્યાન આપવું જોઈએ. આ સૌથી મહત્ત્વનો સવાલ છે. જ ે ફિઝા(વાત)થી શરણાર્થીઓનો સવાલ પેદા થયો અને ગાંધીજીનું મૃત્યુ થયું. એ કેવી રીતે પકડાય? ફોજ અન પોલીસથી એનો મુકાબલો આપણે ન કરી શકીએ. મનુષ્ય પોતાની સેવા અને ત્યાગથી જ, કુ રબાની અને સેવાથી જ એનો રસ્તો શોધી શકે છે. આ કામ કેવી રીતે થાય? એ આપણે માટે વિચારવા જ ેવો સવાલ છે. આપ ઇચ્છો તો દિલ્હી જઈને એનો મુકાબલો કરો અથવા પંજાબમાં જઈને –ગમે ત્યાં જાઓ, પણ સવાલનો ઉકેલ લાવવાનો છે. આ ઝેરને કાબૂમાં લાવવાનું છે. આખરે હિં દુસ્તાન કાબૂ બહાર કેમ ગયું? એનાં અનેક કારણો છે. જ્યાં સુધી કૉંગ્રેસવાળાને સંબંધ છે, કૉંગ્રેસવાળા ચૂંટણીઓના ઝઘડામાં અને પોતની સરકારોમાં ચલાવવામાં એવા ખૂંપ્યા કે જનતાની સેવાને માટે એમની પાસે સમય રહે તો ન હતો.

હિંદુસ્તાન કાબૂ બહાર કેમ ગયું? એનાં અનેક કારણો છે. જ્યાં સુધી કૉંગ્રેસવાળાને સંબંધ છે, કૉંગ્રેસવાળા ચૂંટણીઓના ઝઘડામાં અને પોતની સરકારોમાં ચલાવવામાં એવા ખૂંપ્યા કે જનતાની સેવાને માટે એમની પાસે સમય રહેતો ન હતો. જનતાની અને અમારી વચ્ચે એક દીવાલ ઊભી થઈ ગઈ

જનતાની અને અમારી વચ્ચે એક દીવાલ ઊભી થઈ ગઈ. કૉંગ્રેસની ઊંચાઈ ઘટતી ગઈ. કેટલાક ખાસ ખાસ નેતાઓનો આદર અને અસર ભલે રહ્યાં હોય, કૉંગ્રેસવાળાના જાહે ર ઝઘડા લોકોની સામે આવવા લાગ્યા. તેઓ ફક્ત ઉપર ઉપરનાં કામોમાં મશગૂલ રહ્યા. સેવાનો ખ્યાલ કોઈને ન રહ્યો. એટલે એમની અને જનતાની વચ્ચે બીજા લોકો આવીને ઊભા થઈ ગયા. આપણી સામે સવાલ એ છે કે, કૉંગ્રેસને કેવી રીતે સુધારીએ. આઝાદી મેળવવાનું એમનું ઐતિહાસિક કામ પૂરું થયું, પણ આગળ શું કરવું જોઈએ, એ બાબત આપણું દિમાગ સાફ હોવું જોઈએ. …મેં ફક્ત મારા દિમાગની પરે શાની તમારી સમક્ષ મૂકી છે અને હં ુ કરી પણ શું શકું? આજ ે રાતે ફરી મારે જવાનું છે. ફરીથી એ જ કામનું મશીન શરૂ થઈ જશે. હં ુ એટલું જ કહી શકું કે તમારા જ ે નિર્ણયો હશે તેને પૂરા કરવામાં મદદ કરવાની કોશિશ કરીશ. આપ મારી પાસે માર્ગદર્શન ન માગશો. મને પણ તમારા કૅ મ્પ ફૉલોઅર્સમાંનો એક સમજજો. 

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

15


નવજીવન સત્ય આર્ટ ગૅલેરીમાં વૉલ્ટર બોશાર્ડનું તસવીર - પ્રદર્શન અમદાવાદમાં આર્ટ અક્ઝિબિશનનું જાણીતું સ્થળ બનેલા નવજીવન સત્ય આર્ટ ગૅલેરીમાં આ વખતે ‘Envisioning Asia : Gandhi and Mao in the Photographs of Walter Bosshard’ [૦૪ જાન્યુઆરીથી ૧૦ ફે બ્રુઆરી સુધી] પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડના ફોટોગ્રાફર—રિપોર્ટર વૉલ્ટર બોશાર્ડ(૧૮૯૨-૧૯૭૫) આમ તો અજાણ્યું લાગે તેવું નામ છે, પણ આઝાદી પૂર્વેના હિં દુસ્તાનને કૅ મેરામાં કેદ કરવામાં તેમણે ખાસ્સી મશક્કત કરી હતી. તેમની આ સફરમાં તેઓ ગાંધીજીના જીવનની ક્ષણોને પણ કેદ કરી શક્યા હતા. બોશાર્ડે ગાંધીજીની જ ે મહત્ત્વની તસવીર ક્લિક કરી છે તે દાંડી (૭, એપ્રિલ, ૧૯૩૦)ની છે. વૉલ્ટર બોશાર્ડની ફોટોગ્રાફર—રિપોર્ટર તરીકેની સિદ્ધિઓ અદ્વિતીય છે. વિશેષ કરીને તેમનું એશિયા ફલક પર કરે લું કાર્ય. તેમના એશિયા સાથેના આ વિશેષ સંબંધના કારણે જ તેઓ અફઘાનિસ્તાનમાં મોહમ્મદ નાદીર શાહ નામના રાજાની તાજપોશીમાં જૂ જ વિદેશી આમંત્રિતોમાં સ્થાન પામ્યા હતા. બેશક આમંત્રણ એ સિદ્ધિ નથી, બલ્કે તેમના સંબંધોનો એક નિર્દેશ છે. સિદ્ધિ તો તે વખતના એશિયાને કૅ મેરામાં કંડારવાની હતી, જ ે કાર્ય તેમણે વીસમી સદીના આરં ભના વીસી-ત્રીસીમાં ખૂબ કર્યું. હિં દુસ્તાન સાથે તેઓ ચીન અને તત્કાલિન માઓ સામ્રાજ્યની દુનિયાની છબિ ઝીલી શક્યા. આ તસવીરી દસ્તાવેજની એક ઝલક અહીં રજૂ કરી છે…

16

[ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


૧. અસહકાર આંદોલન દરમિયાન સામૂહિક અખબાર વાંચન ૨. ગાંધી ટોપીધારી કિશોર, મથુરા, ૧૯૩૦ ૩. રમતમાં મગ્ન નેશનલિસ્ટ આર્મીના સૈનિકો, ચીન ૧૯૩૮ ૪. ‘રે ડ અકૅ ડમિ’ના દરવાજ ે માઓ, ૧૯૩૮ ૩

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

17


ગાંધીજીની આત્મકથાની સમિ​િ�ત આવૃત્તિ : સમી�ક ડૉ. ત્રિદીપ સુહૃદ સાથે મુલાકાત

શીલા ભટ્ટ ગાંધી સાર્ધશતાબ્દી અને નવજીવન ટ્રસ્ટની શતાબ્દીના ટાણે નવજીવન દ્વારા ગાંધીજીની આત્મકથા અથવા સત્યના પ્રયોગોની સમિક્ષિત આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી છે. સમીક્ષક ડૉ. ત્રિદીપ સુહૃદે આ આવૃત્તિમાં અનેક સૂક્ષ્મ અને મહત્ત્વના સંદર્ભો મૂક્યા છે, જ ેનાથી ગાંધીજીની આત્મકથામાં નવા સ્તર ઉમેરાયા છે અને વધુ સ્પષ્ટતા સાથે આત્મકથા વાચકને ગાંધીજીનો પરિચય કરાવે છે. અંગ્રેજી તેમ જ ગુજરાતી આત્મકથા બંનેની સમિક્ષિત આવૃત્તિ [Critical Edition] ડૉ. ત્રિદીપ સુહૃદે તૈયાર કરી છે. ગાંધી આશ્રમના પૂર્વ ડિરે ક્ટર ડૉ. ત્રિદીપ સુહૃદ હાલ સેપ્ટ યુનિવર્સિટી આર્કાઇવ્ઝના ડિરે ક્ટર અને પ્રોફે સર તરીકે કાર્યરત છે. અગાઉ તેઓ અંગ્રેજી અને હિં દીમાં હિન્દસ્વરાજની સમિક્ષિત આવૃત્તિ પણ આપી ચૂક્યા છે. પત્રકાર શીલા ભટ્ટે આત્મકથાની સમિક્ષિત આવૃત્તિના સંદર્ભે તાજ ેતરમાં ડૉ. ત્રિદીપ સુહૃદ સાથે સંવાદ કર્યો હતો, જ ેનો અનુવાદ અહીં રજૂ કર્યો છે... ૧. ગાંધીજીની આત્મકથાની ‘સમિક્ષિત આવૃત્તિ’ પ્રકારનું આ પ્રથમ પુસ્તક છે. તેના વિશે વિગતે જણાવશો?

ગાંધીજીએ તેમની આત્મકથા ગુજરાતી ભાષામાં લખી હતી અને તે નવજીવનમાં હપતાવાર પ્રકાશિત થઈ હતી. વળી, સાથે-સાથે એ જ સમયે મહાદેવભાઈ દેસાઈ દ્વારા આ આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો, જ ે યંગ ઇન્ડિયામાં પ્રકાશિત થતો હતો. ગાંધીજી દ્વારા આ અંગ્રેજી અનુવાદને અધિકૃ ત કરવામાં આવ્યો હતો. અહીં આત્મકથાની એવી સમિક્ષિત આવૃત્તિ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે, જ ે સંદર્ભો, શબ્દ કે લખાણના પૂર્વાપર સંબંધો અને વ્યાખ્યાત્મક નોંધો પૂરી પાડે. આત્મકથાના સંદર્ભે બે અગત્યની વાતો ધ્યાનમાં લેવી જોઈએ : એક, આ આત્મકથા કેવી રીતે લખાઈ તે. આત્મકથા ક્યારે ય પુસ્તકના સ્વરૂપની જ ેમ લખવામાં નહોતી આવી. 18

તે નવજીવનમાં એક પછી એક અઠવાડિયે હપતાવાર પ્રકાશિત થઈ હતી. અહીં આ પુસ્તક કેવી રીતે લખવામાં આવ્યું એ સમજવું જરૂરી છે. કારણ કે, ગાંધીજી જ્યારે તેમની આત્મકથા લખી રહ્યા હતા ત્યારે લોકો તેમનાં લખાણને કોઈ ને કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા હતા અને તેમની સાથે આ લખાણને લઈને અલગ અલગ સંદર્ભે ચર્ચા કરી રહ્યા હતા, જ ેમ કે શું તમે આ કેટલોક ભાગ ઉમેરશો, શું તમે આ મુદ્દો વિગતે સમજાવશો, વગેરે. હકીકતમાં તો આ એક એવું પુસ્તક છે જ ે વાચકની સાથે સંવાદ કરતા અસ્તિત્વમાં આવ્યું છે. મતલબ કે આ કોઈ એક સમયે વર્તમાનમાં સમાંતરે ચાલતું લખાણ છે. તેને પુસ્તકનું સ્વરૂપ તો પછી મળ્યું છે. જ ેમ અત્યારે બ્લોગ લખવામાં આવી રહ્યો હોય છે અને વાચક તેને આ જ સમયમાં પ્રતિભાવ આપી રહ્યો હોય છે તેમ. [ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


બીજો અને મહત્ત્વનો મુદ્દો તે આ લખાણની પ્રક્રિયાનો છે. અનુવાદમાં ઘણી વખત મૂળ લખાણના ક્રમ અને સ્થાન બદલાયેલા જોવા મળે છે. અનુવાદ કરતી વખતે કેટલીક એવી બાબતો આવે છે કે, જ ે ધ્યાનમાં હોવા છતાં પણ અનુવાદમાં પકડી શકાતી નથી. તેને જ ે-તે ભાષાના પોતાના ઢાળમાં ઢાળવી પડે છે અથવા કહો કે વધારે સાર્વજનિક ભાષામાં. ઉદાહરણ તરીકે, આત્મકથામાં ગાંધીજીએ ગુજરાતી ભાષામાં—કે જ ે તેમના માટે આધારભૂત હતી — કહ્યું છે કે, “કેટલીક વસ્તુઓ અવશ્ય છે કે જ ે આત્મા જ જાણે છે, આત્મામાં જ શમી જાય છે” આ વાતને અંગ્રેજીમાં આ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે : “There are some things which are known only to oneself and one’s Maker”(કેટલીક વસ્તુઓ માત્ર વ્યક્તિ અને તેનો રચનાર જ જાણી શકે છે). અહીં ‘રચનાર’ની વાત તો ગુજરાતી લખાણમાં ક્યાંય છે જ નહીં. ગાંધીજીના ઈશ્વર તે નથી કે જ ેઓ રચના કરે છે. ગાંધીજીના ઈશ્વર તો સત્ય છે. માટે હવે જરૂરી છે કે અંગ્રેજી વાચકો માટે આ લખાણના મૂળ આરોહઅવરોહ પરત લાવી આપવા. માટે ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાની આત્મકથાની સમિક્ષિત આવૃત્તિ પ્રકાશિત થઈ છે. ૨. બંને ભાષામાં આ આવૃત્તિઓ તમારા દ્વારા જ તૈયાર થઈ છે?

હા. અંગ્રેજી આવૃત્તિમાં એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, અંગ્રેજી અનુવાદમાં જ્યાં જરૂરી જણાયું છે તે વાક્યોમાં ગુજરાતી લખાણ ત્યાં શું કહે છે તે ઉમેર્યું છે. કેટલાક કિસ્સાઓમાં વૈકલ્પિક અનુવાદ પણ આપ્યો છે. કેટલાક અંશ જ ે અંગ્રેજીમાંથી બાકાત રહી ગયા હતા, તે ઉમેરવામાં આવ્યા છે. માટે, જ ે વાચકને ગુજરાતી વાંચવાની તક મળી નથી, તે અંગ્રેજીની આ આવૃત્તિ થકી नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

ગુજરાતીમાં વાચનનો અનુભવ પણ કરી શકશે. આ ઉપરાંત સમિક્ષિત આવૃત્તિમાં જ ે-તે વ્યક્તિઓ અને ઘટનાઓ અંગે વિવરણાત્મક નોંધો પણ પૂરી પાડવામાં આવી છે. ૩. તેનાં કેટલાંક ઉદાહરણ આપી શકશો?

એનું એક મહત્ત્વનું ઉદાહરણ દક્ષિણ આફ્રિકાના એટર્ની જનરલ અંગેનું છે, જ ેમાં એફ.ઈ.ટી. ક્રાઉસ નામના એટર્ની જનરલ ગાંધીજીને આમંત્રે છે અને બંને વચ્ચે વાતચીત પણ થાય છે. આ વ્યક્તિએ હિં દુસ્તાનીઓની લડતમાં મોટો ભાગ ભજવ્યો હતો, પણ મોટા ભાગના લોકો આ વ્યક્તિ કોણ હતા અને તેમના ગાંધીજી સાથે કેવા સંબંધ હતા તે જાણતા નથી. લોકો જ્યારે તેમનાં સંસ્મરણો અથવા જીવનસફર વિશે વિવરણાત્મક નોંધો વિના લખે છે, ત્યારે કેટલીક બાબતો ભુલાઈ જાય છે, જ ે હકીકતે કોઈ ઇતિહાસકાર કે અભ્યાસીને આગળના સંદર્ભો માટે ખૂબ મહત્ત્વની હોય છે. મેં આ પ્રકારની નોંધોનો આ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. માન્ચેસ્ટરમાં જ ે ‘નો બ્રેકફાસ્ટ’ મંડળ શરૂ કરવામાં આવ્યું હતું તે વિશે ગાંધીજીએ આત્મકથામાં વાત કરી છે અને જ્યારે આપણે આ અંગે રૅ કોડર્સ તરફ નજર દોડાવીએ છીએ, ત્યારે આ ‘નો બ્રેકફાસ્ટ’નો વિચાર 19


લોકો જ્યારે તેમનાં સંસ્મરણો અથવા જીવનસફર વિશે વિવરણાત્મક નોંધો વિના લખે છે, ત્યારે કેટલીક બાબતો ભુલાઈ જાય છે, જે હકીકતે કોઈ ઇતિહાસકાર કે અભ્યાસી માટે આગળના સંદર્ભો માટે ખૂબ મહત્ત્વની હોય છે. મેં આ પ્રકારની નોંધોનો આ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે

આખરે ક્યાંથી આવ્યો હતો એ માહિતી આપણને મળતી નથી. પણ, જ્યારે આ મંડળ વિશેની વધુ વિગતો માટે ભૂતકાળ તપાસ્યો તો ખ્યાલ આવ્યો કે, ખરે ખરમાં આવું કોઈ મંડળ અમેરિકામાં શરૂ કરવામાં આવ્યું હતું અને તે પછીથી માન્ચેસ્ટરમાં ખસેડવામાં આવ્યું હતું. આ એક એવી મહત્ત્વની અને મજબૂત સોસાયટી હતી, જ ે ખોરાક કેવી રીતે લેવો અને ખોરાક તથા શરીર વચ્ચેના સંબંધોની વાત કહે તી હતી. આ પુસ્તકમાં આ પ્રકારના અનેક સંદર્ભો આપવામાં આવ્યા છે કે, જ ે અત્યાર સુધી ક્યાંય ઉપલબ્ધ નહોતા. ગાંધીજીની આત્મકથા એ વિશ્વનાં સૌથી વધુ વંચાયેલાં પુસ્તકો પૈકીની એક છે. દર વર્ષે તે અનેક ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવે છે. માટે આ પુસ્તકથી ઘણી મદદ મળશે. ૪. આ આવૃત્તિ અત્યારે જ કેમ?

ગાંધીજીએ વર્ષ ૧૯૨૭થી ૧૯૨૯ દરમિયાન આત્મકથાના પ્રકાશનનું કાર્ય આરં ભ્યું હતું. તેમની આત્મકથાના બંને ભાગો ગુજરાતી ભાષા સહિત ત્યારે જ પ્રકાશિત થઈ ચૂક્યા હતા. અત્યારે તે વાતને લગભગ ૯૦ વર્ષ થઈ ચૂક્યાં છે. પણ, હં ુ વિચારું છુ ં કે ગાંધીજીનું જીવન અને તેની અસર દિવસેને દિવસે 20

વધુ અને સતત અર્થપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. અને તે સંદર્ભે આ પ્રકારના પુસ્તકની પુન:શોધ કરવી પણ એટલી જ અગત્યની છે. મને લાગે છે કે બુદ્ધિજીવી પરં પરાનું પ્રથમ કાર્ય એ છે કે, યોગ્ય મૂળ લખાણ મેળવવું. માટે, આ પાયાના પુસ્તકની સમિક્ષિત આવૃત્તિ આપણા માટે જરૂરી છે. ગાંધીજીના મૂળભૂત અને મહત્ત્વનાં બે પુસ્તકો છે : એક આત્મકથા અને બીજુ ં હિં દ સ્વરાજ. મેં દસ વર્ષ પહે લાં હિં દ સ્વરાજની સમિક્ષિત આવૃત્તિ પર કામ કર્યું હતું, કે જ ે બે ભાષામાં પ્રકાશિત થયું છે. ગાંધીજીનાં લખાણો, રાજકીય તથા સાંસ્કૃતિક વિચારો અને સિદ્ધાંતોને ગંભીરતાથી લેવા આ મૂળભૂત પુસ્તકોને ફરી વખત જોવાં જરૂરી છે અને આ તેના માટેનો જ એક રસ્તો છે. ૫. જો કોઈ વ્યક્તિએ ગુજરાતીમાં સત્યના પ્રયોગો અથવા આત્મકથા વાંચ્યું હોય તો આ પુસ્તક કેમ વાંચે? શું ગાંધીજી વિશેનો તેમનો વિચાર બદલાશે?

હં ુ નથી જાણતો કે કોઈનો વિચાર બદલાશે કે નહીં. પણ, ચોક્કસપણે તેમાં નવા સ્તરોનું ઉમેરણ થશે. અને મારું માનવું છે કે સમિક્ષિત આવૃત્તિની ભૂમિકા લખાણના અર્થના સ્તરોમાં વૃદ્ધિ કરવાની અને પુસ્તકને વધારે બુદ્ધિગમ્ય બનાવવાની છે. દાખલા તરીકે, ગાંધીજીએ આત્મકથામાં ઉપવાસ વિશે કહ્યું છે. આપણે જાણીએ છીએ કે, ઉપવાસ એ ગાંધીજી માટે પાયાની બાબતોમાંની એક હતી. આપણે ગુજરાતીમાં કહીશું કે, ‘મેં ઉપવાસ કર્યો.’ પણ આપણે જાણીએ છીએ કે, ઉપવાસના પણ અનેક પ્રકારો છે જ ેમ કે ફળાહારવાળા ઉપવાસ, આહાર વિનાનો ઉપવાસ, પાણી વિનાનો ઉપવાસ અને એવો ઉપવાસ કે જ ેમાં એક ટંક જમવાની પરવાનગી હોય. ગાંધીજીએ લાંબા સમયના ઉપવાસ પણ કર્યા હતા. સરળ દેખાતી ઉપવાસની પ્રક્રિયા અને ગાંધીજી સાથેના તેના સંબંધ વિશે જાણવું [ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


હોય તો તેઓ ઉપવાસની વાત કરતા હોય એ દિવસની દૈનિક નોંધ જાણવી જરૂરી છે, કે જ ેમાં જણાવ્યું હોય કે એ કેવો ઉપવાસ છે. એક એવો ઉપવાસ કે જ ેમાં તેઓ પાણી પણ નહીં લે, એક એવો ઉપવાસ કે જ ેમાં તેઓ એક ટંક જમવાનું લે અથવા એવો પણ ઉપવાસ કે જ ેમાં પાણી લેતા, પણ લીંબુંપાણી ગ્રાહ્ય નહોતું. જ્યારે ગાંધીજી પાસે આ તમામ પ્રકારની જાણકારી હતી, તો પછી વાચકને આ પ્રકારની વિગતોથી કેમ વંચિત રાખવા જોઈએ? ૬. તમે આત્મકથાની અંગ્રેજી અને ગુજરાતી એમ બંને આવૃત્તિઓ વાંચી છે. શું તમને એમ લાગે છે કે, અંગ્રેજી આવૃત્તિમાં ઘણુંબધું ચુકાઈ ગયું છે કારણ કે ગાંધીજી એક ઉત્તમ ગુજરાતી લેખક હતા?

આત્મકથાનો અંગ્રેજી અનુવાદ એ અનુવાદોના ઇતિહાસમાં શ્રેષ્ઠ અનુવાદ હોવાનું હં ુ માનું છુ .ં મારા મતે આ એક એવો અનુવાદ છે કે જ ે પ્રકાશથી તરબોળ છે. ઘણી વખત એવું થતું હોય છે કે, અનુવાદ તેના મૂળ લખાણથી અલગ થઈ જાય છે અને ઘણી વખત અનુવાદ તેના મૂળ લખાણમાં અર્થનો ઉમેરો પણ કરી આપે છે. મહાદેવભાઈ અંગ્રેજી રૂઢિપ્રયોગોથી પરિચિત હતા અને તેમણે સાહિત્યિક સંદર્ભોનું જ્ઞાન મેળવ્યું હતું. તેમની પાસે એ એટલું વિશાળ હતું કે ગાંધીજીએ જ્યાં તળપદી કે રૂઢિપ્રયોગો યુક્ત ભાષા વાપરી હોય—અને ગાંધીજીનું ગુજરાતી આવા પ્રયોગોથી ભરપૂર છે—તે મહાદેવભાઈ અંગ્રેજીમાં પકડી શક્યા. તેઓ હોમરની મદદથી અનુવાદ કરી શકે છે, તેઓ શેક્સપિયરની મદદથી પણ અનુવાદ કરી શકે છે અને બાઇબલના વિશિષ્ટ શબ્દસમૂહો પણ અનુવાદનો ભાગ છે. મહાદેવભાઈ દેસાઈ અસાધારણ જ્ઞાન ધરાવતા હતા. તેમણે મુંબઈમાં વકીલાતની તાલીમ મેળવી હતી. તેમને સાહિત્યમાં नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

ગાંધીજી સાથેના તેના સંબંધ વિશે જાણવું હોય તો તેઓ ઉપવાસની વાત કરતા હોય એ દિવસની દૈનિક નોંધ જાણવી જરૂરી છે, કે જેમાં જણાવ્યું હોય કે એ કેવો ઉપવાસ છે. એક એવો ઉપવાસ કે જેમાં તેઓ પાણી પણ નહીં લે, એક એવો ઉપવાસ કે જેમાં તેઓ એક ટંક જમવાનું લે અથવા એવો પણ ઉપવાસ કે જેમાં પાણી લેતા, પણ લીંબુંપાણી ગ્રાહ્ય નહોતું

ઊંડી રુચિ હતી. તેઓ ટાગોરના સાહિત્યનો ગુજરાતીમાં અનુવાદ કરનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમની સાહિત્યરુચી અને કલ્પનાશક્તિ બહોળાસ્તરે વિસ્તર્યા હતા. તેમણે યુરોપિયન સાહિત્યનો પણ અસાધારણ અભ્યાસ કર્યો હતો. તેમણે શેક્સપિયરને પણ વાંચ્યા હતા. ગાંધીજીની જ ેમ તેમણે પણ બાઇબલ ઝીણવટપૂર્વક વાંચ્યું હતું, માટે તેમના કાર્યમાં બાઇબલના સંદર્ભો જોવા મળે છે. તેમણે ગ્રીક ક્લાસિક્સ પણ વાંચ્યાં હતાં અને અનુવાદમાં પ્રોમેથિયસ અનબાઉન્ડમાંથી સંદર્ભો લીધા હતા. તમને ત્યાં હોમરની કૃ તિમાંથી પણ સંદર્ભો જોવા મળશે. અને આનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, તેઓ આ તમામ સાથે વધારે પરિચિત હતા. આ કાર્ય તેમણે સહજતાથી કર્યું અને એવી સુંદરતાથી સંમિશ્રણ કર્યું કે તમે એમાં કંઈ અજુ ગતું ન ભાળો. ૭. એવું કહી શકાય કે તમે ગાંધીજીની તપાસણીનો આ નીડર પ્રયાસ કર્યો છે.

આ એક નીડર પ્રયાસ ચોક્કસ છે, પણ હં ુ ગાંધીજીની તપાસણી નથી કરી રહ્યો. મને લાગે છે કે હં ુ ગાંધીજીને વધારે ઊંડાણપૂર્વક સમજવાનો 21


ગાંધીજી એવું કહી શકે કે, ભારત કદાચ વિભાજિત હશે, પણ ગરીબીના મુદ્દે તો તે એક છે. આ પ્રકારની આંતરસૂઝ આપણને ગાંધીજી આપે છે. આપણી વિપદા આપણને એક કરે છે. આપણી ગરીબી આપણને એક કરે છે, આપણું હિં સા પ્રત્યેનું વલણ આપણને એક કરે છે. જો આપણે આ તમામને જીતવા હોય, આપણે એક એવા સમાજ તરફ આગળ વધવું હોય કે જ ે વધારે માનવીય છે, વધારે નૈતિક છે તો આપણને સંદર્ભોની જરૂર છે. આપણને આપણી જાત કરતા મોટા સંદર્ભોની જરૂર છે અને મારા માટે તો ગાંધી એ સંદર્ભ છે. મને એવું નથી લાગતું કે આ એકમાત્ર સંદર્ભ છે. તમારે અન્ય લોકોને પણ આ ચિત્રમાં લાવવાની જરૂર છે. આપણે આ ચર્ચામાં બે કે ત્રણ વ્યક્તિઓને લાવવા જોઈએ તેવું હં ુ વિચારું. તે પૈકી એક ડૉ. આંબેડકર અને બીજા ટાગોર હોઈ શકે. તમે તમારા સમય સાથે ખુશ નથી, અથવા તમને સમાજથી કોઈ સમસ્યા છે — અને આપણો સમાજ એ અહીં પણ હોય શકે અથવા ક્યાંક બીજ ે પણ — તો ગાંધીજીને વાંચો. કારણ કે અહીં એક એવો વ્યક્તિ છે કે જ ે પોતાના સમયથી નાખુશ છે, તેને તેના સમયથી કોઈ સંતોષ નથી અને તે એ સમય બદલવા માંગે છે. જો કોઈ વ્યક્તિ વિશ્વ બદલવા ઇચ્છતું હોય, કે જ ેમાં તેઓ રહે છે, તો તે ગાંધીજીને મિત્ર બનાવી શકે છે. માત્ર સલાહકાર તરીકે જ નહીં પણ એક સારા મિત્ર તરીકે.

પ્રયાસ કરી રહ્યો છુ .ં હં ુ જ્યારે ઊંડાણપૂર્વક કહં ુ છુ ં ત્યારે , મારો મતલબ એમ છે કે, ઘણી વખત આપણે એવાં ગાંધીજીને જાણી નથી શક્યા જ ે વ્યાપક સ્તરે બે ભાષામાં વિચારી શક્તા હતા, અને તેમણે તે પોતાના વિચારો ગુજરાતીમાં રજૂ કર્યા છે. ઘણી વખત તેઓ ગુજરાતીમાં વિચારતા હતા અને તે વાત અંગ્રેજીમાં રજૂ કરતા હતા. ગાંધીજી સાથે આપણે આ ગુણ નથી જોડતા કે એવું આવશ્યક નથી સમજતા. આપણે ચોક્કસપણે એવા ગાંધીજીને નથી યાદ રાખતાં જ ે દ્વિભાષી વિચારક્ષમતા ધરાવતા હતા અને અંગ્રેજી ઉપર અસામાન્ય પ્રભુત્વ ધરાવતા હતા. મારી એ દલીલ છે જ કે, ગાંધીજીને વાંચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેમને બંને ભાષામાં વાંચો. હં ુ એક તપાસનીસનું જ કાર્ય કરી રહ્યો છુ .ં હં ુ ભૂતકાળમાં જઈને દરે ક ઉદાહરણ આંકી રહ્યો છુ ,ં તેને ચકાસી રહ્યો છુ .ં એક સારા ઇતિહાસકારનું અથવા ઇતિહાસકારની સંવેદનશીલતા સેવતા કોઈ વ્યક્તિનું આ જ કાર્ય છે. ભૂલો તરફ આંગળી ચિંધવાનો મતલબ એ નથી કે, પુસ્તકમાંથી કશું લઈ લેવું. હં ુ તે તરફ જ ધ્યાન દોરી રહ્યો છુ ં કે જ ેમાં સ્મરણશક્તિમાંથી એવું કશુંક ચુકાઈ ગયું હોય કે જ ે રે કર્ડમાં છે. આ ખરે ખર એવું કાર્ય છે કે જ ેમાં પુસ્તકમાં ઉમેરો કરવામાં આવી રહ્યો છે નહીં કે પુસ્તકમાંથી કશું પરત લઈ રહ્યા છીએ. ૮. અત્યારે જ્યારે ભારત આટલું વિભાજિત છે ત્યારે આ પુસ્તક કેવી રીતે ઉપયોગી બનશે?

[અનુ. : નિલય ભાવસાર] મૂળ મુલાકાતની લિન્ક : https://www.sundayguardianlive.com/culture/ read-gandhi-unhappy-times

ગાંધીજીની પૃષ્ઠભૂમિ થકી મેં આધુનિક ભારત સાથે જોડાવવાનો પ્રયાસ કર્યો છે. મને લાગે છે કે 

22

[ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


દેશનું પ્લાનિંગ પહે લેથી જ સાવ ખોટી દિશામાં! વિનોબા ભાવે જીડીપી દરમાં વૃદ્ધિ, વિશ્વના સૌથી મોટા પાંચ અર્થતંત્રમાં દેશનો સમાવેશ, ઉત્પાદન-ખર્ચમાં રૉકેટગતિએ વધારો, બેતહાશા વધી રહે લી ખાસ વર્ગની ખરીદશક્તિ, વિદેશવેપાર અને વિદેશરોકાણની વધતી તકો… દેશનો વિકાસ તેજ ગતિએ થઈ રહ્યો છે તે આવા અનેક માપદંડોથી ઠસાવી શકાય. એક રીતે જોઈએ તો વિકાસનું ફૂલગુલાબી ચિત્ર દર્શાવવા અર્થે આ જ માપદંડોને માનક તરીકે ઠેરવવામાં આવ્યા છે. પછી આ જ માપદંડો પર ખરા ઊતરવા ૧૮૯૫ • ૧૯૮૨ માટેના આયોજન થાય છે. ભારત પણ તે જ તરફ ડગ માંડી રહ્યું છે અને છેલ્લા દાયકામાં આ રફ્તાર ઓર વધી છે. પશ્ચિમી અર્થતંત્રની નકલ અને તેની અસરને લઈને શું નુકસાન થઈ શકે છે, તે વિશે વિનોબા ભાવેએ દેશ આઝાદ થયો ત્યારે આરં ભમાં જ ચેતવણી ઉચ્ચારી હતી. આયોજનપંચ સુદ્ધામાં તેઓ પોતાની રજૂ આત કરી આવ્યા હતા. તેમ છતાં, ગાંધીવિચાર મુજબનું અર્થતંત્ર અમલી ન બન્યું અને દોઢ દાયકામાં જ એવો સમય આવીને ઊભો રહ્યો જ્યારે જતાં કાળે જવાહરલાલ નેહરુને પણ મૂડીવાદ તરફ ગતિ કરી રહે લાં અર્થતંત્રથી મોહભંગ થયો. વિનોબાજીએ તે બધો જ ઘટનાક્રમ પોતાના અનુભવથકી નાના-નાના દાખલાઓથી વર્ણવ્યો છે. દેશના વર્તમાન પ્રશ્નો બેકારી, ગરીબી અને ગામોના ભંગાણના ઉકેલ આ અહે વાલમાં મળે છે. …

આઝાદી પછી આપણે દેશનું આર્થિક પ્લાનિંગ

શરૂ કર્યું, પંચવાર્ષિક યોજનાઓ બનાવવા માંડી. પણ આ પ્લાનિંગની દિશા જ પહે લેથી તદ્દન ખોટી રહી. ૧૯૫૧માં આપણી પહે લી પંચવાર્ષિક યોજનાનો ખરડો પંડિત નેહરુએ મને જોવા મોકલેલો. હં ુ તે આખો જોઈ ગયો. પરં તુ મેં તેમાં દેશના આયોજનનું જ ે સ્વરૂપ જોયું, તેનાથી મને સંતોષ ન થયો. મને તે યોજના સાવ અધૂરી જણાઈ એટલું જ નહીં, તે યોજનામાં કેટલીક બાબત તો મને એવી લાગી કે જ ેમાં મને સ્પષ્ટ દિશાભૂલ જણાઈ. એટલે જ્યારે પ્લાનિંગ કમિશન તરફથી આર. કે. પાટિલ મને મળવા આવ્યા, ત્યારે મેં મારા દિલનું દુઃખ સાફસાફ શબ્દોમાં એમની સામે વ્યક્ત કરી દીધું. માત્ર સ્પષ્ટ શબ્દોમાં જ નહીં, બલકે તીવ્ર શબ્દોમાં મેં મારી વાત કહી; કેમ કે તે યોજનાના કેટલાક અંશોથી મને ઘણો આઘાત લાગેલો. મેં કહી દીધું કે આ ખરડો કચરાટોપલીમાં નાખી દેવા જ ેવો છે! नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

વાત જવાહરલાલજી સુધી પહોંચી. એમણે મને દિલ્લી બોલાવ્યો. હં ુ પગપાળા ભૂદાન માગતો દિલ્લી ગયો. પ્લાનિંગ કમિશન સાથે બેઠો. ત્રણ દિવસ બહુ વિગતે વાતો કરી. બહુ ખુલાસાથી મેં મારો દૃષ્ટિકોણ એમની સામે મૂક્યો. બે-ત્રણ બાબત મને જ ે વિશેષ દુઃખ થયું હતું તે પણ પ્રગટ કર્યું. પ્લાનિંગ કમિશન સાથેની ચર્ચામાં મેં એમ કહ્યું છે કે, કમ સે કમ એટલું તો કરો કે જ ે વસ્તુનો કાચો માલ ગામમાં થાય છે અને જ ેની ગામલોકોને આવશ્યકતા છે, તેનો પાકો માલ ગામમાં જ બને. શા માટે એ વસ્તુઓ ગામમાં નથી બનાવવા દેતા? એ માટે ગામના ઉદ્યોગોને એટલું સંરક્ષણ કેમ ન આપી શકાય? આટલી બધી શ્રમશક્તિ ગામડાંઓમાં જ પડી છે અને યંત્રશક્તિ તેમ જ મૂડી એટલી આપણી પાસે છે નહીં, ત્યારે આવી રીતે ગામમાં જ બધાને કામ મળી રહે એવી વ્યવસ્થા શું કામ નથી કરતા? 23


મેં જોયું કે તેઓ આ બધું સાંભળી લે છે. હા, સહુને કામ તો આપવું જોઈએ, એમ ધીરે ધીરે બોલે પણ છે; પરં તુ જ્યાં એમને કહીએ કે જ્યાં કપાસ થતો હોય ત્યાં જ તેમાંથી કંતાઈને ત્યાં જ એનું કાપડ બને અને ત્યાં જ એ વપરાય, તો તેમાં હા ભણવામાં તેઓ અચકાય છે. આ જ ે હિચકિચાટ છે, તે આ જમાનાના અર્થશાસ્ત્રનો હિચકિચાટ છે. હં ુ એમ નથી કહે તો કે, આ બધા અર્થશાસ્ત્રીઓ મૂડીવાદી છે. પરં તુ હં ુ એટલું તો જરૂર કહીશ કે એમના વિચાર ને વલણ મૂડીવાદી જ છે અને આ મામલામાં મૂડીવાદી અને સામ્યવાદી બંને ભાઈ-ભાઈ છે. કેવળ વિતરણની બાબતમાં સામ્યવાદીઓના વિચાર થોડા ભિન્ન છે. બાકી, ઉત્પાદન અને ઉત્પાદન-પદ્ધતિ વગેરેની બાબતમાં તેઓ પણ મૂડીવાદના જ પોષક છે અને જાણે-અજાણે મૂડીવાદની દિશામાં જ આગળ વધી રહ્યા છે! આ વલણને હં ુ બિલકુ લ માન્ય નથી કરતો. મારું એમ કહે વું છે કે નેશનલ પ્લાનિંગનો એ ગૃહિત સિદ્ધાંત, પાયાનો સિદ્ધાંત જ હોવો જોઈએ કે દરે કેદરે ક માણસને આજ ે ને આજ ે જ પૂરું કામ ઉપલબ્ધ કરી આપવું. તેના વિના એ વળી ‘નેશનલ’ પ્લાનિંગ કેવું કહે વાય? એ નેશનલ કહે વડાવવાને લાયક જ ન ગણાય. પરિવારમાં એવું નથી હોતું કે, બારમાંથી આઠની જ ચિંતા કરાય. એવો કોઈ પરિવારવાળો નહીં હોય કે જ ે પોતાના ઘરના એકેએક માણસના રોટલાની અને કામની વ્યવસ્થા ન કરતો હોય. તમે જ્યારે આખા રાષ્ટ્રનું પ્લાનિંગ કરવા બેઠા છો, ત્યારે રાષ્ટ્રને એક પરિવાર માનીને જ તમારે પ્લાનિંગ કરવાનું છે ને! એટલે દરે કને કામ આપવાની તમારી જવાબદારી છે. તેમાંથી તમે છટકી જઈ ન શકો. આ પાયાની વાત છે. આવું મેં જ્યારે કહ્યું ત્યારે ત્યાં પ્લાનિંગ કમિશનના એક સભ્યે મને કહ્યું કે, હજી આ ‘નેશનલ’ પ્લાનિંગ 24

નથી, ‘પાર્શિયલ’ પ્લાનિંગ છે, પહે લવહે લું હજી આંશિક આયોજન છે, એમ માનો; તેમાં કોઈને ને કોઈને ભોગ આપવો જ પડે. ત્યારે મેં કહ્યું કે તમારું આ જો ‘પાર્શિયલ’ પ્લાનિંગ હોય, તો તે ‘પાર્શિયાલિટી’ (પક્ષપાત) તમારે ગરીબોના પક્ષમાં કરવી જોઈએ અને કહે વું જોઈએ કે અમે આજ ને આજ બધાને માટે પ્લાનિંગ હજી નથી કરી શકતા એટલે અત્યારે ગરીબોને ધ્યાનમાં રાખીને પાર્શિયલ પ્લાનિંગ કરીએ છીએ. વળી, ભોગ જ આપવાનો હોય, તો પહે લો તમારો પોતાનો આપો, બીજાનો નહીં. મૂળ વાત તો એ છે કે માત્ર બુદ્ધિથી નહીં, હૃદયથી પણ વિચારવું પડે છે. તમારું હૃદય તમને કહે શે કે ધર્મદૃષ્ટિ એ છે કે સમાજમાં જ ે સૌથી ગરીબમાં ગરીબ છે, દુઃખી છે, તેને સુખી બનાવવાની કોશિશ સૌથી પહે લી કરવી જોઈએ. આવી ધર્મદૃષ્ટિ જો પ્લાનિંગમાં ન હોય, તો તે આખા રાષ્ટ્રને એક માનીને કરે લું ‘નેશનલ’ પ્લાનિંગ શી રીતે કહી શકાય? પ્લાનિંગ કમિશન સામે મારો એક મુખ્ય વાંધો આ હતો. રાષ્ટ્રીય આયોજનના એક પાયાના સિદ્ધાંત તરીકે સ્વીકારવું જોઈએ કે દરે કેદરે કને આજ ને આજ કામ આપવું છે. મેં તો એમને ત્યાં સુધી કહે લું કે અદ્યતનમાં અદ્યતન યંત્રો સાથે પણ તમે જો બધાને કામ આપી શકતા હો, તો મારો તેમાં વિરોધ નથી. પરં તુ તમે જો એમ ન કરી શકતા હો, તો અત્યારે ગામડાંમાં જ ે સાધનો હાજરાહજૂ ર છે, તેની મારફત કામ આપો અને હં ુ માનું છુ ં કે આપણી પાસે જ ે નાનાં-નાનાં ઓજાર ઉપલબ્ધ છે, તેની મારફત કામ લેવાનું સ્વીકારીએ તો આજ ને આજ બધાને કામ દઈ શકાય તેમ છે. તમારી પાસે જ્યાં સુધી કોઈ વિકલ્પ નથી, ત્યાં સુધી ગ્રામોદ્યોગને તત્કાળ સ્વીકારી લેવામાં શો વાંધો છે? અમારો બિચારો ચરખો, જ્યારે એની જરૂર નહીં હોય [ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ત્યારે , તમારું દૂધ ગરમ કરવા માટે બળતણ તરીકેયે છેવટે કામ આપશે જ. પરં તુ એમનો દૃષ્ટિકોણ જ જુ દો છે! એમનું મોઢું જ જુ દી દિશામાં છે! એફિશિયન્સીના નામે એમનું ચિંતન જ ઊલટુ ં ચાલે છે. કહે છે કે ગ્રામોદ્યોગો પગભર થઈ શકે તેમ નથી. અરે , તમે એમના પગ જ કાપતા રહો છો, પછી તે ક્યાંથી પગભર થાય? એક એક કરીને ગામડાંના ધંધા-રોજગાર તો તમે છીનવી લીધા! તમે ગામડાંનો કાપડનો ઉદ્યોગ છીનવી લીધો અને મિલો ખોલી. તેલનો ઉદ્યોગ છીનવી લીધો અને ઘાણી તોડીને તેલનીયે મિલો ખોલી. ગોળનો ઉદ્યોગ છીનવી લઈને ખાંડનાં કારખાનાં ખોલ્યાં. પ્રધાનો દાળનાં કારખાનાંનાં ઉદ્ઘાટનો કરવા જાય છે! ઘર ઘરમાં ચાલનારા ધંધા-રોજગાર તમે ખતમ કરતા જાવ છો, યંત્રો ઊભાં કરી દઈને પહે લાં તમે જ માણસોને બેકાર બનાવી દો છો અને પછી અમને પૂછો છો કે આજ ને આજ બધાને કામ આપવાનું કઈ રીતે શક્ય બને? …માટે પહે લી વાત તો એ છે કે એવું કાંઈ પણ ન થવું જોઈએ કે જ ેને લીધે ગામડાંના ઉદ્યોગો તૂટતા જાય. પાયાનો સિદ્ધાંત એટલે માનો કે જ ે ઉદ્યોગનો કાચો માલ ગામડાંમાં પેદા થતો હોય અને જ ેના પાકા માલની ગામડાંના લોકોને જરૂર હોય, તે ઉદ્યોગ-ધંધા ગામડાં માટે રિઝર્વ્ડ રાખવા જોઈએ, આરક્ષિત રાખવા જોઈએ. રિઝર્વ્ડ જંગલોની જ ેમ રિઝર્વ્ડ ગ્રામોદ્યોગો કેમ ન રાખી શકાય? મૂળમાં તો દરે કેદરે કને કામ આપવું છે એવી પ્રતિજ્ઞા એકવાર કરી લઈએ, તો પછી આખું અર્થશાસ્ત્ર આપોઆપ બદલાવા લાગશે, એની ગૂંચવણો ઉકલવા લાગશે. બીજી એક વાત. એકવાર મેં છાપામાં વાંચ્યું કે મિલોમાં ચોખાનું પૉલિશિંગ થાય છે, તેમાં તેનું પોષક તત્ત્વ લગભગ ૧૧થી ૧૪ ટકા જ ેટલું ઓછુ ં થઈ જાય છે. એટલે મિલવાળાઓને સરકાર કહી રહી नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

છે કે ચોખાને બહુ પૉલિશ ન કરો. ખબર નથી કે મિલો શું કરશે? પણ આ સમાચાર વાંચીને હં ુ ભારે વિચારમાં પડી ગયો અનેક ભાવો મારા મનમાં ઊઠ્યા. મારી સમજમાં જ નહોતું આવતું કે હાથે છડેલા ચોખા કેમ ન વપરાય અને મિલો એકદમ બંધ કેમ ન કરી દેવાય? એમ ન થવાનું કારણ શું છે? સિવાય કે મિલવાળાઓ આજ ે લોકસભામાં બેઠા છે અને લોકો એવા મૂરખ બન્યા છે કે પૉલિશ કરે લા સફે દ ચોખા જ એમને સારા લાગે છે! …આવી જ એક બીજી વાત લઈએ. પૈસાની માયાજાળને લીધે લોકો અનાજને બદલે રોકડિયા પાકો ઉગાડવા પાછળ પડ્યા છે. સરકાર પણ એમને એમ કરવામાં પ્રોત્સાહન આપે છે. તમાકુ ઉગાડો, કપાસ ઉગાડો, શેરડી ઉગાડો. બસ, રોકડિયા પાક ઉગાડો, અન્ન ઓછુ ં પાકે તેનો વાંધો નહીં! …માટે ગામે ગામે પોતાનું આયોજન કરવું જોઈએ તથા આ બધા પાકો પાછળ કેટલી કેટલી જમીન ફાળવવી તે નક્કી કરવું જોઈએ. ગામને માટે જરૂરી હોય એટલું અનાજ તો પહે લવહે લું ગામમાં જ ઉત્પન્ન કરી લેવું જોઈએ. બાકીની જમીનમાં જ બીજુ ં બધું ઉગાડાય. અનાજના ભોગે કાંઈ નહીં. પરં તુ આજ ે આપણે આનાથી સાવ ઊલટે પાટે જ ચઢી ગયા છીએ! લોકો પણ પૈસા ખાતર રોકડિયા પાક પાછળ દોડે છે અને સરકાર પણ હૂંડિયામણ કમાવા એમને તે માટે બહુ પ્રોત્સાહન આપે છે. રોકડિયા પાક કરી કરીને પૈસા કમાઓ; ડૉલર કમાઓ! આવું અર્થશાસ્ત્ર, કે ખરું જોતાં તો અનર્થશાસ્ત્ર આજ ે ચાલ્યું છે! મોટા મોટા અર્થ-શાસ્ત્રીઓ, પ્લાનિંગ કમિશનવાળા બધા તેમાં ફસાયેલા છે. એક બાજુ દેશમાં અનાજની અછત હોય અને બીજી બાજુ આ રીતે ડૉલરની લાયમાં અનાજના ઉત્પાદન હે ઠળની જમીન ઓછી ને ઓછી કરવામાં આવતી હોય, એ તે કેવું પ્લાનિંગ? અરે , ડૉલરની લાયમાં તો 25


ખાવાપીવાની ચીજોનીયે નિકાસ કરી દેવામાં આવે છે, જ્યારે એ ચીજોથી અહીં ઘરઆંગણે લાખો ને કરોડો લોકો વંચિત રહી જતા હોય! મને ઘણા આવીને કહે તા કે, તમારે સરકાર સાથે અને આયોજન કરનારાઓ સાથે વાત કરવી જોઈએ. હવે, વાત તો મેં કરે લી જ ને ૧૯૫૧માં! પરં તુ મેં જોયું કે દિલ્લીનાં દિમાગ ઊલટી દિશામાં જ ચાલી રહ્યાં છે. તેથી મેં દેહાતની વાટ પકડી અને જ ે સરકારનીયે સરકાર છે, એ જનતાને સમજાવવા માંડી. આખરે તો લોકો પણ પૈસાની માયાજાળમાં ફસાયેલા છે અને બીજા દેશોની નકલ કરીને ઝટ ઝટ વિકાસ કરી નાખવા પાછળ દોડે છે. સરકાર અને જનતા, બંનેનાં મનમાં મોટા મોટા બંધો બાંધવાનું જ આવે છે. ખરું જોતાં, આપણા જ ેવા દેશમાં નાની સિંચાઈ યોજનાઓ પર ધ્યાન અપાવું જોઈએ. દરે ક એકર દીઠ એક કૂ વો હોવો જોઈએ. કૂ વા વગરનું ખેતર એકેય ન હોય. મેં તો કૂ પદાનનો એક કાર્યક્રમ પણ લોકો સામે મૂકેલો. મેં કહે લું કે લગ્ન વખતે દીકરીને કૂ વો બનાવી આપો, દહે જ-બહે જ કે બીજુ ં કાંઈ નહીં. આટલું થાય તો બધે જ સિંચાઈની સગવડ થઈ જાય. આમ, જનતાને અને સરકારને, બંનેને સાચી દિશામાં વિચારવાની કેળવણી આપણે આપવાની છે. દેશના પ્લાનિંગ વિશે સહુને એટલું ભારપૂર્વક સમજાવવાનું છે કે, જીવનની પાયાની જરૂરિયાતો બાબત સહુએ સ્વાવલંબી બનવું જ પડે. તેના વિના કદાપિ કોઈ પ્લાનિંગ કર્યું જ ન કહે વાય. આમાં અન્નની વાત તો મેં એક પ્રતીકરૂપે કરી. માણસની પ્રાથમિક જરૂરિયાતોમાં હં ુ સાત વસ્તુ ગણાવું છુ  ં : ૧. અનાજ, ૨. વસ્ત્ર, ૩. ઘર, આવાસ, ૪. ઓજાર, ૫. આરોગ્ય, ૬. કેળવણી, ૭. મનોરં જનનાં સાધનો. આટલી પાયાની જરૂરિયાતો બાબત ગામડાનું સ્વાવલંબન સધાય. ગામેગામ આની પૂરતી 26

વ્યવસ્થા થાય. આટલું થાય તે પછી બીજી બાબતોમાં ભલે તમારે જ ે રીતે વિચારવું હોય તે રીતે વિચારજો. દેશના આયોજનમાં જો આવા સપ્ત-સ્વાવલંબનની વાત ન હોય, તો હં ુ તેને પ્લાનિંગ જ નહીં કહં ુ. હં ુ જોઉં છુ ં કે દિલ્લીમાં દેશના પ્લાનિંગ વિશે જ ે ઢબે ચિંતન ચાલે છે, તેમાં આટલાં વરસોના અનુભવ પછીયે ફરકનો કોઈ અણસાર મળતો નથી. ત્યાં જ ેઓ પ્લાનિંગ કરે છે, તેઓ બહુ મોટા લોકો છે, સારા વિચારકો છે, અર્થશાસ્ત્રના જાણકાર એવા બધા લોકો ત્યાં બેઠા છે. પરં તુ એમને એ વાતની પકડ નથી કે કોઈ પણ એક દેશનું અર્થશાસ્ત્ર બીજા દેશને લાગુ પડતું નથી; કેમ કે દેશ દેશની પરિસ્થિતિમાં ફરક હોય છે. માટે સમજવાની જરૂર છે કે, આપણા દેશના વિકાસની પોતાની એક આગવી પૅટર્ન હશે, ભાત હશે. આપણે પશ્ચિમની નકલ ન કરી શકીએ. પરં તુ દુર્ભાગ્યે ગાડું એની એ ઘરે ડમાં જ ચાલ્યા કરે છે. મહાભારતમાં એક આંધળો થઈ ગયો. મહાભારત એ આંધળાને કારણે થયું. એ આંધળાનું નામ છે, ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર એટલે રાષ્ટ્રને જ ેણે ધારણ કર્યું છે તે. એ ધૃતરાષ્ટ્ર બને ત્યાં સુધી ‘સ્ટેટસ કૉ’ (જ ેવી ને તેવી સ્થિતિ)ને પકડી રાખશે. ક્યારે ક પરિવર્તન કરવું પડશે, તો તેય ઓછામાં ઓછુ ં અને નિરુપાયે કરશે, ઝાઝો ફરક થવા નહીં દે. મને લાગે છે કે, આપણું પ્લાનિંગ પણ આવું ધૃતરાષ્ટ્ર-યોજના જ ેવું છે. આ ધૃતરાષ્ટ્ર પાકો હતો, મજબૂત હતો. તેનાં પોતાનાં ‘કન્વિકશન્સ’ (માન્યતાઓ) હતાં. ડામાડોળ ચિત્ત હોય, તો તે આંખવાળાનું હોય, જ ે આંધળો છે તે બીજુ ં જુ એ છે જ ક્યાં? જુ ઓ ને! કેટલાં વરસોથી આ પ્લાનિંગ ચાલે છે! તે પ્રયોગ ગરીબો અને દેશના સૌથી છેવાડને ા લોકો માટે મૃગજળ સાબિત થઈ ચૂક્યો છે. છતાં એની એ જ ઢબે બધું હજી ચાલ્યા કરે છે! એ લોકોને [ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


પદ્ધતિ જ હવે અપનાવવી પડશે. આ જ્યારે મેં વાંચ્યું, ત્યારે મને બહુ ખુશી થઈ. આપણે અંગ્રેજોને ‘ભારત છોડો’ કહ્યું હતું. એટલે અંગ્રેજો અહીંથી ગયા. પણ અંગ્રેજિયત આપણા માથા ઉપર સવાર થઈને બેઠી હતી. એ કાંઈ ન ગઈ. અંગ્રેજો ગયા પણ એમનો વરદ હસ્ત આપણા માથા પર હતો, અર્થાત્ આપણા ચિંતન પર હતો, તે કાયમ રહી ગયો. હજીયે તે ગયો નથી. એટલે કાંઈ નવેસરથી વિચારાતું નથી. એકવાર લોકસભામાં ચર્ચા ચાલેલી કે ગ્રામજનોની માથાદીઠ આવક કેટલી છે? બહુ ચર્ચા ચાલી. હં ુ એ આંકડાઓમાં પડતો નથી. પરં તુ હં ુ દેશમાં ખૂણે ખૂણે ફર્યો છુ ં અને મેં ગામડે ગામડે જોયું છે કે લાખો લોકો બેકાર છે અને અત્યંત દરિદ્રતામાં જીવે છે. ગામેગામ લોકો કામ વગરના બેઠા છે. યંત્રોદ્યોગો મારફત એ બધાને ક્યારે કામ આપી શકીશું? એમને તો ગામડાંમાં જ ે ઓજાર ઉપલબ્ધ હોય તેની મારફત તત્કાળ કામ આપવું જોઈએ. જ ે કોઈ સાધન મળે, એ જ એમના હાથમાં આપવું પડશે. ‘હાજર સો હથિયાર’ની જ ેમ જ ે ઓજાર તત્કાળ ઉપલબ્ધ હોય, તેનાથી જ કામ લેવું પડશે. તે ઓજારમાં જ ેટલો સુધારો થઈ શકે, તેટલો જરૂર કરીએ. વિજ્ઞાનનો અને ટૅક્નૉલૉજીનો ઉપયોગ નાનાં નાનાં ઓજારોને વધુ સરળ ને કાર્યક્ષમ બનાવવામાં જરૂર કરીએ; પણ ઉધારની વાત ન ચાલે. જ ે ઓજાર ઉપલબ્ધ હોય તેનાથી ગામડે ગામડે લોકોને કામ મળે. ટૂ કં માં, આ રીતે સાચી દિશાનું પ્લાનિંગ થવું જોઈએ. આપણા દેશનો વિકાસ આપણી ઢબે જ કરી શકાય. તેમાં બીજાની નકલ કર્યે ન ચાલે.

દેશની પરિસ્થિતિનો યથાર્થ ખ્યાલ જ નથી. આવો દેશ-કાળની પરિસ્થિતિનો ખ્યાલ પંડિત નેહરુને થોડો થોડો આખર આખરમાં આવવા લાગ્યો હતો. તેઓ પોતાનાં સાવ છેવટનાં વરસોમાં એમ કહીને ગયા કે જો હિં દુસ્તાનના છેલ્લામાં છેલ્લા માણસને ન્યાય આપવો હશે, તો ગાંધીજી જ ે ઢબે વિચારતા હતા, તે ઢબે આપણે પણ વિચારવું પડશે. ૧૫-૧૬ વરસના પ્રત્યક્ષ અનુભવ બાદ તેઓ આ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા. પોતાના અનુભવને અંતે એમના મોઢે આ નીકળ્યું. એમણે જોયું કે, વરસોના પ્લાનિંગ પછીયે દેશના સૌથી નીચેના લોકોને તો ઉપર ઉઠાવી શકાયા નથી અને આ ઢબે ચાલશે તો બીજાં ૨૫ વરસમાંયે તે શક્ય બનશે કે કેમ, કોને ખબર! ત્યારે એમને કહે વું પડ્યું કે ગાંધીજીની વાત વિચારવી પડશે. આ જ્યારે મેં જાણ્યું ત્યારે મેં એમ કહે લું કે, ચાલો, આટલાં વરસે પણ આપણા નેતાને આવો અનુભવ થયો, એ ઘણું છે! જોકે ત્યાંના બધા નેતાઓને આવો અનુભવ થયો કે કેમ, કોણ જાણે! જો સહુને આવો અનુભવ થયો હોય, તો હં ુ માનીશ કે અત્યાર સુધીમાં જ ે ખર્ચ થયો, તે બધો આ નેતાઓના પ્રશિક્ષણ માટે થયો! આમેય શિક્ષણ પાછળ આપણે ખર્ચ કરીએ જ છીએ. તો આટલો ખર્ચ નેતા-શિક્ષણ માટે કરવામાં આવ્યો, એમ હં ુ માનીશ. ઠીક છે, તમને શિક્ષણ મળ્યું છે, તો હવે નવેસરથી આયોજન કરો. પંડિત નેહરુએ તે વખતે કહે લું કે, ગાંધીજી નાનાંનાનાં ઓજારો વડે કરોડો હાથો મારફત ઉત્પાદન કરવાની વાત વિચારતા હતા, કદાચ એ ગાંધીજીની

[કાન્તિ શાહ સંપાદિત લંફગા પૈસાનું અનર્થકારણમાંથી]

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

27


આરોગ્ય વિશે ગાંધીજીનું અનુભવસિદ્ધ પુસ્તક : આરોગ્યની ચાવી

પુસ્તક પરિચય

પુનિતા હર્ણે

આરોગ્યની ચાવી પુસ્તક ગાંધીજીનું આરોગ્ય સ્વાર્થ કે સ્વચ્છંદને સારુ કે બીજાનું બગાડવા સારુ અંગેનું અનુભવસિદ્ધ મૌલિક સર્જન છે. આ પુસ્તક આ નામે આવ્યું અને પ્રકાશિત થયું એ અગાઉ आरोग्य विषे सामान्य ज्ञान નામના મથાળા હે ઠળ તેમણે ઇન્ડિયન ઓપિનિયન વાંચનારાઓને માટે દક્ષિણ આફ્રિકામાં ઈ.સ. ૧૯૦૬ની આસપાસ કેટલાંક પ્રકરણો લખેલાં, તે છેવટે પુસ્તકાકારે પ્રગટ થયાં. આ પુસ્તક એ દિવસોમાં ભારતમાં ભાગ્યે જ મળતું. પુસ્તકની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યું છે તે મુજબ, ‘… સ્વામી અખંડાનંદજીએ તે છપાવવાની ઇચ્છા બતાવી. તેના તરજુ મા હિં દની ઘણી ભાષામાં થયા. …પરિણામ એ આવ્યું કે, મારું કોઈ લખાણ પશ્ચિમ કે પૂર્વમાં એટલું લોકપ્રિય નથી થવા પામ્યું જ ેટલું મજકૂ ર પુસ્તક.’ આમ, દેશ અને દુનિયામાં જ ે પુસ્તક ખૂબ વેચાયું અને વંચાયું તથા આજ ે પણ જ ેની એટલી જ માંગ છે—તે પુસ્તક આરોગ્યની ચાવીમાં છે શું? તે જાણવાનો પ્રયાસ કોઈ પણ વાચકને શરીર તેમાંય ખાસ કરીને મનુષ્યદેહ મળ્યાનું મહત્ત્વ અને તેને જાળવવાની વ્યક્તિગત—અંગત જવાબદારી સમજાવે છે. ગાંધીજીના આરોગ્યની ચાવી પુસ્તકમાં શરીરને ‘શરીર’ તરીકે ન જોતાં ‘મંદિર’ તરીકે જોવામાં આવ્યું છે. ગાંધી લખે છે કે, ‘હરે ક વસ્તુનો સદુપયોગ કે દુરુપયોગ હોઈ શકે છે. આ નિયમ શરીરને વિશે પણ લાગુ પડે છે. શરીર

28

વપરાય તો તેનો દુરુપયોગ થયો. એ જગતમાત્રની સેવા અર્થે વપરાય, તે વડે સંયમ સધાય, તો તેનો સદુપયોગ થયો. મનુષ્યશરીરને જો આપણે, આત્મા જ ે પરમાત્માનો અંશ છે તેની ઓળખ કરવા વાપરીએ તો તે આત્માને રહે વાનું મંદિર બને છે.’ આમ, શરીરને મંદિરની ઉપમા આપીને, આટલી ઉચ્ચતમ જગ્યાએ મૂકીને ગાંધી આરોગ્યને ગંભીરતાથી લેવાની અને શરીરને પવિત્ર રાખવાની હિમાયત કરે છે અને આ વાતના પુરાવા સમગ્ર પુસ્તકમાં અનેક ઠેકાણે મળી આવે છે. આરોગ્યની ચાવી પુસ્તક એ શરીર અને આરોગ્ય અંગેની સમજ આપતો સંપૂર્ણ દસ્તાવેજ છે. તેના પહે લા ભાગમાં ૧૦ પ્રકરણ શરીર, હવા, પાણી, ખોરાક, મસાલા, ચા-કૉફી-કોકો, માદક પદાર્થો, અફીણ, તમાકુ , બ્રહ્મચર્ય વિષયના છે. બીજા ભાગમાં પાંચ પ્રકરણ પૃથ્વી એટલે માટી, પાણી, આકાશ, તેજ, વાયુ—હવા અંગેના છે. કુ લ બાવન પાનાંના પુસ્તકમાં ૧૫ પ્રકરણોમાં ગાંધીજી ૩૬૮ બાબતો અંગે લખે છે. પ્રથમ પ્રકરણ—શરીરમાં શરીર એટલે શું?, આરોગ્ય એટલે શું?, તંદુરસ્ત શરીર કોને કહે વાય?, અગિયારમી ઇન્દ્રિય, અપચો, બંધકોષ, શરીરનો ઉપયોગ, આત્માનું મંદિર, મળમૂત્રની ખાણ, સેવાધર્મ અર્થે શરીર જ ેવા વિષયોને આવરી લીધા છે. ગાંધી આરોગ્યને [ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


વ્યાખ્યાયિત કરતાં લખે છે કે, ‘આરોગ્ય એટલે શરીર સુખાકારી, જ ેનું શરીર વ્યાધિરહિત છે, જ ેનું શરીર સામાન્ય કામ કરી શકે છે, સામાન્ય મજૂ રી થાક વિના કરી શકે છે, સામાન્ય ખોરાક પચાવી શકે છે, જ ેની ઇન્દ્રિયો અને મન આબાદ છે, એનું શરીર સુખાકારી ભોગવે છે.’ ‘હવા’ નામે લખેલા પ્રકરણમાં સ્વચ્છ હવાનું શરીર માટે કેટલું બધું મહત્ત્વ છે, તે ગાંધી પ્રસ્તાવિત અને પ્રસ્થાપિત કરે છે. ઘર કેવાં હોવાં જોઈએ, મોઢેથી નાકથી હવા લેવી, પ્રાણાયામ, નાકની સફાઈ રાતનો પહે રવેશ, આસપાસની હવા, જગ્યાની પસંદગી વગેરે બાબતોની ગાંધી વિસ્તારથી ચર્ચા કરે છે. ‘પાણી’ના પ્રકરણમાં આપણે કેટલું પાણી પીવું જોઈએ, કયું પાણી પીવું જોઈએ, નદીઓ તથા તળાવોનાં પાણી, પાણી અને આરોગ્યનો સંબંધ, ઉકાળેલું પાણી, ધર્મ અને પાણી, ગાળેલું પાણી, ગળણું કેવું હોવું જોઈએ જ ેવા વિષય પર તેમણે વિસ્તારથી લખ્યું છે. ગાંધી લખે છે કે, ‘…અજાણ્યા કૂ વા કે અજાણ્યા ઘરનું પાણી ન પીવાની પ્રથા અનુસરવા જ ેવી છે.’ ‘ખોરાક’ અંગેનું પ્રકરણ રસપ્રદ છે. શાકાહાર, માંસાહાર અને મિશ્રાહારની વાતથી શરૂ થતાં આ પ્રકરણમાં મનુષ્યની ખોરાકની ટેવો, દૂધ અને તેની બનાવટો, દૂધની અનિવાર્યતા, ગાય ભેંસ, બકરીના દૂધ અંગેની વાતો, અનાજના પ્રકાર, જાત તેને રાખવા વાપરવાની પદ્ધતિઓ, લીલોતરી, ઘી, તેલ અને મીઠાઈ સુધીની વિગતોનો ઉલ્લેખ ચર્ચા સાથે થયેલો છે. દૂધની શુદ્ધતા અંગે ગાંધી લખે છે કે, ‘…આસપાસના ખેડૂતો પાસેથી પણ દૂધ સેવાગ્રામ આશ્રમ લે છે. તેઓનાં ઢોરની પરીક્ષા કોણ કરે ?, …એટલે દૂધને ઉકાળીને જ ેટલો સંતોષ મળી શકે એટલેથી કામ ચાલવાનું રહ્યું.’ માણસો પોતે પોતાના શરીરની કાળજી લેતા નથી એ અંગે ગાંધી લખે नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

પુસ્તકને વારંવાર વાંચવાથી દરેક વખતે નવી બાબતો અને અર્થ મળી આવતા હોય છે. આ પુસ્તકને વારંવાર જોતાં પણ આવો જ અનુભવ થાય. વળી, અહીં સૂચવેલા પ્રયોગો દુષ્કર નથી તેથી સહેજેય અમલમાં મૂકવાનું મન થાય—તો એ થઈ શકે તેવા છે

છે કે, ‘મનુષ્ય પોતાના આરોગ્યની ચિંતા ઓછી જ કરે છે. તેણે પોતાને સારુ વૈદ્ય, દાક્તરો, હકીમ વગેરેનો કોટ ચણી રાખ્યો છે, ને પોતાને સુરક્ષિત માને છે.’ અનાજ, ફળ, શાકભાજી, સૂકોમેવો આ તમામ અંગે ગાંધીએ લખ્યું છે અને શહે રી ગ્રામીણ વ્યક્તિના ભોજન અંગે પણ ચર્ચા કરી છે. બુદ્ધિજીવી મનુષ્યનો ખોરાક કેટલો યોગ્ય ગણાય તે અંગે પણ તેમણે વિસ્તારથી લખ્યું છે, જ ે જોઈ જવા જ ેવું છે. આ ત્રણ પ્રકરણોની થોડી વિગતો અહીં જણાવવાનું કારણ એ જ કે તમામ પ્રકરણો આટલી જ ચોકસાઈ અને વિગતથી લખાયાં છે. પુસ્તકને વારં વાર વાંચવાથી દરે ક વખતે નવી બાબતો અને અર્થ મળી આવતા હોય છે. આ પુસ્તકને વારં વાર જોતાં પણ આવો જ અનુભવ થાય. વળી, અહીં સૂચવેલા પ્રયોગો દુષ્કર નથી તેથી સહે જ ેય અમલમાં મૂકવાનું મન થાય—તો એ થઈ શકે તેવા છે. મસાલા, માદક પદાર્થો, ચા-કૉફી-કોકો, અફીણ, તમાકુ નાં પ્રકરણોમાં ગાંધીનો આક્રોશ વારં વાર જોવા મળે છે. ગાંધી આ વિશે પ્રચલિત કહે વત ટાંકે છે કે, ‘ખાય તેનો ખૂણો, પીએ તેનું ઘર ને સૂંઘે તેનાં લૂગડાં એ ત્રણેય બરાબર.’ વ્યસનીઓને અંગે લખે 29


દૂર સુદૂર છે તે જ નહીં પણ આપણી અંદર પણ અવકાશ છે. આ આકાશ અવકાશને ઓળખવાની જરૂર છે. ઘરોમાં રાચરચીલા અંગે લખતા ગાંધી કહે છે કે, ‘…કેટલાંક ઘરોમાં એટલું રાચરચીલું જોવામાં આવે છે કે મારા જ ેવો ગરીબ માણસ તેમાં ગૂંગળાઈ જાય.’ ગાંધી આકાશ—અવકાશ સાથેનો સંબંધ વધારે છે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે અને ઓછામાં ઓછી વસ્તુઓ, ઘરની સફાઈ, વસ્ત્રની સફાઈ ઉત્તરોત્તર વધારતા જાય છે. શરીરની અંદર ઉપવાસ કરીને અવકાશ સર્જવાની વાત પણ ગાંધી લખે છે. ‘તેજ’ નામે લખેલ પ્રકરણમાં સૂર્યસ્નાનથી થતા ઉપચારો અંગે અન્ય ત્વચાના રોગો સામે કેવી રીતે સારવાર લેવી તે અંગે વિસ્તારથી લખાયું છે. ‘વાયુ’ નામે અગાઉનાં પ્રકરણોમાં જ ઘણો વિસ્તારથી ઉલ્લેખ થયો છે. નવજીવન પ્રકાશન મંદિર દ્વારા પ્રકાશિત ૧૫ રૂપિયાની કિંમતનું આ પુસ્તક મૂલ્યની દૃષ્ટિએ અમૂલ્ય છે. ૧૯૪૮માં ગાંધીજીના નિધન બાદ તેની પહે લી આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. ગાંધી હયાત હતા ત્યાં સુધી તેને સુધારતા રહ્યા. આ પુસ્તક તેમને તેમની નજર તળે જ પ્રકાશિત કરવું હતું; પણ તે થઈ ન શક્યું. ૧૦,૦૦૦ નકલ સાથે ૧૯૪૮માં પ્રકાશિત થયેલ આ પુસ્તકના ૨૪ પુનઃમુદ્રણ થયા છે. અત્યાર સુધીમાં તેની ૧,૯૦,૫૦૦ નકલ લોકો સુધી પહોંચી છે. આ પુસ્તક માત્ર વાંચવા માટે નહીં પણ વિચાર કરવા માટે પણ ફરજ પાડે છે. ગાંધીને મન આરોગ્ય એક યોગસાધના હતી. ગાંધીનું પુસ્તક આરોગ્યની ચાવી આપણી વચ્ચે છે.—જ ે એક ‘યોગ’ છે અને ‘સાધના’ જો થઈ શકે તો આપણે કરવી રહી.

છે કે, ‘ફૂંકવાની ક્રિયામાં કે લગભગ આખો દહાડો જરદા કે પાનબીડાં વગેરેથી ગલોફાં ભરી રાખવામાં કે તમાકુ ની દાબડી ખોલી સૂંઘવામાં કંઈ શોભા નથી. એ ત્રણેય વ્યસનો ગંદાં છે.’ ‘બ્રહ્મચર્ય’ અંગેનું પ્રકરણ ગાંધીએ ચોટડૂ ક લખ્યું છે. બ્રહ્મચર્યનું મહત્ત્વ, તે માર્ગે જવાની રીત, તેની અનિવાર્યતા, ફાયદા અને બીજી અનેક બાબતો અંગે તેમણે અનુભવસિદ્ધ વાતો લખી છે. ગાંધીજીએ પોતે ૧૯૦૬માં બ્રહ્મચર્ય પાલનનું વ્રત લીધું—જ ે ખૂબ પ્રયત્નપૂર્વક પળાયું—પાળ્યું. આટલા લાંબા સમય દરમિયાન તેમના અને તેમની વાતને અનસ ુ રનારાંઓના અનુભવના આધારે તેમણે લખેલ આ પ્રકરણમાં વીર્યરક્ષાથી બ્રહ્મચર્ય અને પરમ બ્રહ્મચર્ય સુધી પહોંચવાની રીત અને વાત ગાંધીએ માંડી છે. પાનાં કમાંક ૩૧ ઉપર ગાંધી લખે છે કે, ‘… તો આરોગ્યની ખરી ચાવી વીર્યસંગ્રહમાં રહે લી છે, આ માટેના નિયમો પણ ગાંધીજીએ વિસ્તારથી આપ્યા છે. બીજા ભાગમાં પાંચ પ્રકરણમાં પંચમહાભૂતની વાત કરવામાં આવી છે. પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ નામે લખેલાં આ પ્રકરણોમાં તમામનું મહત્ત્વ અને અનિવાર્યતા સમજાવવામાં આવ્યાં છે. ‘પૃથ્વી’ પ્રકરણમાં માટીની મહત્તા અને ગાંધીજીએ પોતે કરે લા માટીના પ્રયોગો તથા તેની સફળતાની વાત કરી છે. કુ દરતી ઉપચારને ગાંધી પ્રાથમિક સારવારની કક્ષાએ મૂકે છે અને કેટલાક કિસ્સામાં માત્ર માટીથી કે પાણીના પ્રયોગોથી જ અંતિમ ઉપચાર પણ કરે છે. કટિસ્નાન અને ઘર્ષણસ્નાનની ઉપયોગિતા અને ગાંધીએ પોતે આ પ્રયોગોમાં હાંસલ કરે લી સફળતા અંગે લખ્યું છે. ‘આકાશ’ પ્રકરણમાં ગાંધી લખે છે કે, ‘…જો ઈશ્વરનો ભેદ જાણી શકાય તો આકાશનો જણાય.’ અર્થાત્ આકાશ આપણાથી 

30

[ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ઝીલાયેલ ગાંધીજીની છબિ ડૉ. રં જના હરીશ

ભારતીય સ્ત્રીના વિકાસમાં ગાંધીજીએ આપેલ ફાળો સુચેતા કૃ પલાની, કમલાદેવી ચટ્ટોપાધ્યાય જ ેવી

અમૂલ્ય છે જ ે એક સ્થાપિત સત્ય છે. ગાંધીજીના અહિં સા તથા અસહકાર તેમ જ સત્યાગ્રહ જ ેવા અત્યંત ઓરિજિનલ લાગતા સિદ્ધાંતોના મૂળ સ્ત્રીજાતના વિચાર અને વર્તનમાં હતા, તેમ બાપુએ પોતે સ્વીકાર્યું છે. પરં તુ સ્ત્રીજાતના આ વિશેષ વર્તન-વ્યવહારનું સૂક્ષ્મપણે વિશ્લેષણ કરી તેમાંથી ઉચિત વર્તનને અસહકાર કે સત્યાગ્રહ જ ેવા સિદ્ધાંતરૂપે અપનાવવાનો તથા સ્થાપવાનો યશ ચોક્કસ ગાંધીજીને જાય. એ સિદ્ધાંતોનો ઉપયોગ ગાંધીજીએ વિવેક, ક્ષમતા તથા હિં મત સાથે જ ે પ્રમાણે કર્યો તે કોઈ વીરલો જ કરી શકે! આમ કરવાની સાથે તેમણે ઘરની ચાર દીવાલોમાં જીવી રહે લ ભારતીય સ્ત્રીને ઘરનો ઊમરો ઓળંગીને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવવાની હાકલ કરી. માતૃભૂમિની સ્વતંત્રતાના સંગ્રામમાં સ્ત્રી શું? અને પુરુષ શું? બંને એકસરખા ભાગીદાર. બંનેએ માતૃભૂમિ માટે બનતું સઘળુંયે કરવાની તક ઝડપી લેવી જોઈએ. આવો વિચાર જ્યારે બાપુએ વહે તો કર્યો ત્યારે પ્રમાણમાં જુ નવાણી તેમ જ પિતૃસત્તાક ભારતીય સમાજ ે તેને સહર્ષ વધાવી લીધો. અને ભારતીય સ્ત્રીએ ઘરનો ઊમરો ઓળંગીને સ્વતંત્રતા આંદોલનની સભાઓ અને સરઘસોમાં ભાગ લેવાનું પ્રારં ભ્યું. પછી તો ઉત્તરોત્તર તેઓ દરે ક ક્ષેત્રમાં પ્રવેશતી ગઈ. પરં તુ સૌપ્રથમ વાર ભારતીય સ્ત્રીને જાહે ર કામકાજમાં ભાગીદારીની તક ગાંધીજીએ મેળવી આપી. આમ ભારતીય નારીના સશક્તિકરણના પાયામાં ગાંધીજીનું આગવું પ્રદાન રહે લું છે. ભારતીય સ્ત્રીઓની પ્રતિનિધિ તેવી સરોજિની નાયડુ, મિસ સ્લેડ ઉર્ફે મીરાંબહે ન, દુર્ગાબાઈ દેશમુખ, વિજયાલક્ષ્મી પંડિત, કૃ ષ્ણા હઠીસિંહ, રે ણુકા રે , नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

અગણિત વિદૂષી સ્ત્રીઓએ પોતાનાં જાહે ર વક્તવ્યો, લેખન તેમ જ પત્રોમાં ગાંધીજી પ્રત્યેનું ઋણ સ્વીકાર્યું છે. ગાંધીજીના જન્મના ૧૫૦મા વર્ષના પ્રારં ભ નિમિત્તે તેમનું સ્મરણ સ્વાભાવિક છે. ગાંધીયુગની સ્ત્રીઓનાં આત્મકથા લેખનમાં પણ ગાંધીજીની અવિસ્મરણીય છબિ સુપેરે ઝીલાઈ છે. જ ેની એક ઝલક ગાંધી સાર્ધશતાબ્દી પ્રસંગે અહીં પ્રસ્તુત છે. સ્વતંત્રતા આંદોલનનો ૧૯૪૭ પૂર્વેનો એ જમાનો એવો હતો કે, જ્યારે ગાંધીજી પ્રત્યેક સુસંસ્કૃત, જાગ્રત ભારતીય પરિવારમાં એક સદસ્યનું સ્થાન ધરાવતા. અંગ્રેજી સાહિત્યના ખ્યાતનામ કવયિત્રી કમલા દાસની આત્મકથા માય સ્ટોરી(૧૯૭૬)માં પોતાનાં બાલ્યકાળનું વર્ણન કરતાં સ્મરે છે કે, તેમની માતાના સાહિત્યકાર મામા કેરળમાં પોતાના નાલપત હાઉસમાં એશોઆરામભરી જિંદગી જીવતા. કમલા દાસની માતા તથા તેમનાં બાળકો પણ નાલપત હાઉસના જ સભ્ય હતાં. કિશોરી કમલા સ્મરે છે કે, “અમારા એ નાલપત હાઉસમાં જ્યારે કોઈ પણ નિર્ણય લેવાતો ત્યારે તેને અન્ય વડીલોની સાથોસાથ બાપુની પરવાનગી મળશે કે કેમ તેનો પણ ખ્યાલ રખાતો. આ ‘બાપુ’ એટલે પરિવારના કોઈ વડીલ સદસ્ય નહીં, પરં તુ એ મહાલયના દીવાનખાનાની દીવાલ પર શોભતી મહાત્મા ગાંધીની છબિ!” આ છબિ જાણે ઘરની મુખ્ય વડીલ હતી. આવો હતો એ જમાનો! 31


વણેલ તથા રં ગેલ ખાદીની સાડી પહે રીને વિજયાલક્ષ્મીજી લગ્નના માંયરામાં બેઠાં હતાં. લગ્ન બાદ તરત નવપરિણીત યુગલ બાપુના આશીર્વાદ લેવા આનંદભવન ખાતેના બાપુના રૂમમાં ગયેલું અને ત્યાં ગાંધીજીએ બ્રહ્મચર્ય પાલન કરીને દેશ ખાતર જીવન સમર્પિત કરવાની વાત કરે લી. આ પ્રસંગને સ્મરતા વિજયાલક્ષ્મીજી લખે છે, મેં બાપુને તરત કહ્યું, “જો તમારે અમને આવા જ આશીર્વાદ આપવા હતા તો અમને પરણવાની પરવાનગી શા માટે આપી? આવાં લગ્નનો શો અર્થ? બાપુ માફ કરજો તમારી આ વાત મને સ્વીકાર્ય નથી.”

મોતીલાલ નેહરુનાં મોટાં દીકરી અને જવાહરલાલજીનાં બહે ન પંડિત વિજયાલક્ષ્મીની આત્મકથા ધ સ્કોપ ઑફ હે પ િ ને સ ( ૧ ૯ ૭ ૯ ) મ ાં ગાંધીજીની વાત સતત થાય છે. નેહરુ પરિવારમાં ગાંધીજીનો દરજ્જો એક અતિપ્રિય વડીલનો હતો. વિજયાલક્ષ્મીજીનાં પ્રેમલગ્ન વખતે પણ ગાંધીજીની પરવાનગી લેવાયેલી. ગાંધીજીએ પોતાને હાથે કાંતેલ, 

તો વળી વિજયાલક્ષ્મી પંડિતનાં નાનાં બહે ન તથા અમદાવાદના હઠીસિંહ પરિવારના પુત્ર રાજા હઠીસિંહનાં પત્ની કૃ ષ્ણા હઠીસિંહ પોતાની આત્મકથા વિથ નો રિગ્રેટ્સ(૧૯૪૩)માં બાપુના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓની સરસ છણાવટ કરે છે. તેઓ પણ પોતાનાં લગ્નના પ્રસંગનું સ્મરણ

કરીને તે વખતે બાપુએ આપેલ આશીર્વાદ વિશે લખે છે, “બાપુએ મને કહે લું, હવે તારો પુનઃજન્મ થઈ રહ્યો છે. તારી નાનીબહે ન સ્વરૂપ કાઠિયાવાડમાં નવવધૂ બનીને આવી ખરી, પણ તેણે પોતાના પતિને અલાહાબાદ આવીને વસવા માટે સમજાવી લીધો. પરં તુ તારામાં અને સ્વરૂપમાં ઘણો ફે ર છે. હં ુ સમજુ ં છુ ં કે તું રાજાને અમદાવાદથી દૂર ખેંચી લઈ જવા પ્રયત્ન નહીં કરે . હં ુ આશા રાખું છુ ં કે તું ગુજરાતને તારું ઘર બનાવીશ.” 

પદ્મવિભૂષણ દુર્ગાબાઈ દેશમુખની આત્મકથા ચિંતામન એન આઇ (૧૯૮૦)માં તેઓ ગાંધીજીને પોતાની કિશોરાવસ્થાના એક માત્ર પ્રેરણાદાયી બળ તરીકે સ્મરે છે. દુર્ગાબાઈ દેશમુખ નાનપણથી જ સ્વાતંત્ર્યસેનાની તથા ગાંધી વિચારધારાના સમર્થક રહ્યાં. ૧૧ વર્ષની ઉંમરે તેમણે ગાંધીજીની એક 32

પ્રવચનસભાનું આયોજન પોતાના ગામમાં કરે લું અને આ પ્રવચન માટે રૂપિયા પાંચ હજારનું ઉઘરાણું કરવામાં તેઓ સફળ નીવડેલાં. ગાંધીજીની આ સભા દરમિયાન તેમણે કોઈ પણ પૂર્વઆયોજન વગર ગાંધીજીના દુભાષિયા તરીકે કામ કરે લું. જ ેને કારણે તેઓ આજીવન હિન્દીના પ્રખર સમર્થક તેમ જ પ્રચારક રહે લાં. પોતાની ઉપરોક્ત આત્મકથામાં તેઓ એક યાદગાર પ્રસંગ સ્મરે છે. સ્વતંત્રતા પૂર્વેના એક કૉંગ્રેસ અધિવેશન દરમિયાન સ્વયંસેવિકા દુર્ગાબાઈને ગાંધીજીએ એ સમારં ભ માટે સ્ટેજ પર [ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કહ્યું. નેહરુજીને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, "હં ુ નેહરુ, મને નથી ઓળખતા?" વળતો જવાબ મળ્યો, "હા જી, ઓળખું છુ ,ં પરં તુ બાપુએ પાસ લઈને આવનારને જ સ્ટેજ પર જવા દેવાનો આદેશ આપ્યો છે. તેથી હં ુ મજબૂર છુ .ં " સ્મિત સાથે નેહરુજીએ પાસની વ્યવસ્થા કરી અને પછી એ યુવતીને પાસ બતાવીને તેઓ સ્ટેજ પર પહોંચ્યા.

આવી રહે લ દરે ક મહાનુભાવના કાર્ડ તપાસવાનું કામ સોંપ્યું. યુવા દુર્ગાબાઈ પોતાનું કામ ખંતપૂર્વક કરવા માંડી. એક પછી એક જનનેતાઓ પાસ બતાવીને સ્ટેજ પર જઈ રહ્યા હતા. એટલામાં નેહરુજી આવી પહોંચ્યા. બેફિકર નેહરુજી સ્ટેજ પર જવા પગથિયાં પર પગ માંડ ે ત્યાં તો યુવા સ્વયંસેવિકાએ તેમને ટોક્યા અને પાસ બતાવવા 

પરિસર પર ૮ × ૮ ફૂટની નાનકડી ઓરડી આપેલી. જ ે આજ ે પણ સાબરમતી આશ્રમમાં મિસ સ્લેડના રહે વાસ તરીકે જોઈ શકાય તેમ છે. આ બ્રિટિશ મહિલાની ખાણી-પીણી, પહે રવેશ, રીત-રિવાજ સઘળું આશ્રમે બદલી નાખ્યું હતું. અધૂરામાં પૂરું ગાંધીજીએ આજ્ઞા કરી કે, આ સોહામણી યુવતીએ વાળ ન રાખવા! આ તે કેવો આદેશ? ગાંધીજીનો તર્ક હતો કે આશ્રમવાસી પુરુષોમાં યુવતીઓ પ્રત્યે કામના જાગ્રત ન થાય તે માટે આશ્રમમાં વસતી યુવતીઓએ માથાં મુંડાવી નાખવાં! મીરાંબહે ને બાપુની આજ્ઞાનું પાલન કર્યું. માથું મુંડાવીને ખાદીની સફે દ સાડીમાં આશ્રમની કોઈ સુવિધા વગરની નાનકડી ઓરડીમાં તેમણે વર્ષો ગાળ્યાં. અને ત્યાં રહીને બાપુની તેમ જ સ્વતંત્રતા આંદોલનની સહાય કરી.

જન્મે બ્રિટિશ અને કર્મે મહાત્મા ગાંધીને તથા સ્વતંત્રતા આંદોલનને સમર્પિત એવાં મિસ સ્લેડ ઉર્ફે મીરાંબહે નની આત્મકથા ધ સ્પિરિટ્સ પિલગ્રિમે જ (૧૯૪૯)માં પોતે ગાંધીજીના પ્રભાવથી અંજાઈને સર્વસ્વ ત્યજીને જ ે પ્રમાણે અમદાવાદના હરિજન આશ્રમમાં આવીને વસેલાં તેની વાત કરે છે. તેમનાં આત્મલેખનનું કેન્દ્ર ગાંધીજીનું સ્નેહમયી વ્યક્તિત્વ છે. પરં તુ તેની સાથોસાથ એક અત્યંત કડક એવા નિયામકની છબિ પણ મીરાંબહે નનું લેખન ઉપસાવે છે. લંડનથી આવેલ મિસ સ્લેડને ગાંધીજીએ મીરાં નામ આપેલું. તેમને આશ્રમ 

જોઈને આઘાત પામી ગયેલા! ભાવિ પત્ની સાથેની ે ું, “જો પ્રથમ મુલાકાતમાં તેમણે માત્ર એટલું જ પૂછલ લગ્ન થાય તો લગ્ન બાદ તમે વાળ રાખશો ને?”

આવી જ ઘટના ગુજરાતના પૂર્વ ગવર્નર શ્રી શ્રીમન્નનારાયણજીનાં પત્ની શ્રીમતી મદાલસાબહે ને પણ નોંધી છે. ગાંધીના રં ગે રં ગાયેલ યુવા મદાલસાબહે ન લગ્ન પૂર્વે ગાંધી આશ્રમમાં રહે તાં. મુરતિયારૂપે શ્રીમન્નનારાયણજી તેમને 'જોવા' આશ્રમ ગયેલા. અને ત્યાં માથું મુંડાવેલ કન્યાને

Email : ranjanaharish@gmail.com [પ્રગટ : અંતર્મનની આરસી નામક સાપ્તાહિક કટાર, નવગુજરાત સમય, ૭ નવેમ્બર, ૨૦૧૮] [ક્રમશઃ]

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૯]

33


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ ચાર મહિનાની માંદગી પછી હવે ગાંધીજી ફરી સત્યાગ્રહ આદરવા તૈયાર છે અને આવનારા મહિને તો તેઓ રૉલેટ ઍક્ટના વિરોધમાં જોરશોરથી જોડાય પણ છે. તબિયત ઠીક ઠીક સુધારા પર છે, સારવાર ચાલુ છે, તેમ છતાંય પોતાના સ્વાસ્થ્ય અંગે સંશય છે. આ સંશયને ડૉ. પ્રાણજીવન મહે તાને લખેલા પત્રમાં તેઓ વ્યક્ત કરે છે, “મારી તબિયત ચંદ્રમાની કળા જ ેવી છે. વધે છે અને ઘટે છે. માત્ર અમાવસ્યામાંથી છટકી જાય છે.” આ જ માસમાં શરીરમાં આવેલી દુર્બળતાને નાથવા દૂધ ન લેવાના વ્રતનો પ્રશ્ન પણ સામે આવે છે. તે વિશે કરે લાં મનોમંથનનો અહે વાલ મગનલાલ ગાંધી અને નરહરિ પરીખના લખેલા પત્રમાંય વાચવા મળે છે. દૂધના વ્રતમાં લીધેલી છૂટ વિશે નરહરિ પરીખે કરે લી ટીકા વિશે તો તેઓએ નરહરિ પરીખને લખેલા પત્રમાં જ સવિસ્તર દલીલો આપી છે અને જો તે દલીલ સંતોષકારક ન લાગે તો ‘જરૂર ટીકા મોકલજો’ તેવું પણ લખે છે. આ માસના અંત સુધીમાં તો ગાંધીજી તબિયતના સુધારા સાથે ફરી જાહે ર જીવનમાં દાખલ થતાં જણાય છે અને તેમણે મુંબઈથી દેશભરમાં સૌકોઈની પૃચ્છાનો દોર પણ શરૂ કરી દીધો છે. જાહે ર જીવનનો ગરમાતો માહોલ અને નરમ તબિયત વચ્ચે ‘એક ક્ષણ પણ અંતરાત્માને પૂછ્યા વિના રહે તો નથી’ તેમ સમાંતરે તેમના આત્મોન્નતિનો પ્રયાસ જારી છે. આત્મોન્નતિના સફરનો કેટલોક હિસ્સો એસ્થર ફે રિંગને લખેલા પત્રમાં વાચવા મળે છે. ગાંધીજી લખે છે કે, “દેહ પાર્થિવ અથવા જડ છે. આત્મા ચૈતન્યમય છે. જડ અને ચેતન વચ્ચે આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો છે. જડનો ચેતન ઉપર વિજય થાય તો આત્મવિનાશ સમજવો.”

૧૯૧૯ — જાન્યુઆરી

૧થી ૭ મુંબઈ. ૮ મુંબઈ : બકરીનું દૂધ લેવાનું શરૂ કર્યું. ૯થી ૧૩ મુંબઈ. ૧૪ મુંબઈ ઍની બીસન્ટ મળવા આવ્યાં. ૧૫થી ૨૦ મુંબઈ. ૨૧ મુંબઈ : હરસનું ઑપરે શન કરાવ્યું. ૨૨થી ૨૮ મુંબઈ.

૨૯ મુંબઈ : ઍની બીસન્ટ ખબર પૂછવા આવ્યાં.  એમના મુકામે. વિલાયત મોકલવાના પ્રતિનિધિ મંડળ અંગે ચર્ચા કરી. ૩૦ મુંબઈ : અલાહાબાદથી નીકળનારા ‘ઇન્ડિપેન્ડન્ટ’ પત્રને, એમની માગણીથી, સંદેશો મોકલ્યો. ૩૧ મુંબઈ.

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

ફે બ્રુઆરી, ૨૦૧૯ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી દીપકભાઈ મ. ત્રિવેદી, ઑફસેટ વિભાગ, શ્રી સુરેશભાઈ મા. પ્રજાપતિ, બાઈન્ડિંગ વિભાગ,

34

•  ૧૫-૦૨-૬૧

• જ. તા.  ૦૧-૦૨-૧૯૬૦

શ્રી હનુભા મો. ગોહિલ, ઑફસેટ વિભાગ,

•  ૨૪-૦૨-૬૪

[ જાન્યુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


નવજીવન મ્યુઝિયમની ઝલક

૩૫


મહામૃત્યુની સંજીવની …

૩૬


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.