Navajivanno Akshardeh - September 2020

Page 1

વર્ષૹ ૦૮ અંકૹ ૯ સળંગ અંકૹ  ૮૯ •  સપ્ટેમ્બર ૨૦૨૦

છૂ ટક કિંમત ઃ _ ૧૫

પોતાના મૂળમાં વિરોધોથી ભરે લી તેમ જ ખુદ એ વિરોધો તથા તેમાંથી ઉદ્ભવતી ભીષણ આપત્તિઓમાંથી પણ પોષણ મેળવીને જીવનની સરિતા વહ્યે જાય છે, પ્રકૃ તિ પોતાનું નવસર્જન કરે છે, ગઈ કાલના વેરાન રણક્ષેત્રને ફૂલો ને લીલોતરીથી ઢાંકી દે છે, ત્યાં આગળ વહે લું લોહી જમીનને રસાળ બનાવે છે, નવા જીવનને સામર્થ્ય અર્પે છે અને તેને રં ગબેરંગી બનાવે છે. સ્મરણશક્તિનો અનન્ય ગુણ ધરાવનાર માનવીઓ પોતાના ભૂતકાળના મહિમાના સ્મરણમાં તેમ જ તેનાં યશોગાનમાં મશગૂલ રહે છે. રોજરોજ બદલાતી જતી અને નિત્ય નવીન સ્વરૂપ ધારણ કરતી દુનિયા તેમ જ વર્તમાન સમય સુધી તેઓ ભાગ્યે જ પહોંચે છે. અને આપણને વર્તમાનનું ભાન થાય ન થાય તે પહે લાં તો તે ભૂતકાળમાં સરકી જાય છે; ગઈ કાલનું ફરજંદ आज પોતાના જ ફરજંદને आवती कालને સ્થાન કરી આપે છે. જ્વલંત વિજય અવ્યવસ્થા, અંધેર અને રુધિરના કીચડમાં પરિણમે છે અને દેખીતા પરાજયની કારમી અગ્નિપરીક્ષામાંથી આત્મા નવું સામર્થ્ય અને વ્યાપક દૃષ્ટિ મેળવીને બહાર આવે છે. ભીરુ હૃદયના લોકો હારીને વશ વર્તે છે અને ધરતીના પડ પરથી ભૂંસાઈ જાય છે પણ બીજાઓ પ્રગતિની મશાલ લઈને આગળ વધે છે અને તે આવતી કાલના ઝંડાધારીઓને સુપરત કરે છે. — જવાહરલાલ નેહરુ, ‘મારું હિં દનું દર્શન’માંથી 265


વર્ષૹ ૦૮ અંકૹ ૯ સળંગ અંકૹ  ૮૯ • સપ્ટેમ્બર ૨૦૨૦ છૂ ટક કિંમત ઃ _ ૧૫ તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

 સંપાદકીય. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . . ૨૬૭ ૧. ધર્મ, ફિલસૂફી અને વિજ્ઞાન. . . . . . . . . . . . . . . . . . . . . . . . . જવાહરલાલ નેહરુ. . . ૨૬૮ ૨. નેહરુ પોતાના વિશે. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . જવાહરલાલ નેહરુ. . . ૨૭૫ ૩. અહિં સા, ક્રાંતિકારી ચળવળ અને દેશભક્તિ વિશે નેહરુ. . સંપા. : રામનારાયણ ચૌધરી. . . ૨૭૮

કપિલ રાવલ

૪. અમે હરીફ છીએ?. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મો. ક. ગાંધી. . . ૨૮૬

સાજસજ્જા

૫. ગાંધીજી અને જવાહરલાલ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મહાદેવ દેસાઈ. . . ૨૮૭

અપૂર્વ આશર

૬. નેહર‌ુ – સરદારનો પત્રવ્યવહાર. . . . . . . . . . . . . . . . . . . . . . . . સંપા. : વી. શંકર. . . ૨૮૯ ૭. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . . . . . . . . . . . .ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . ૨૯૯

આવરણ ૧ જવાહરલાલ નેહરુ

 ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…. . . . . . . . . . . . . . . . . . .. . .૩૦૨

આવરણ ૪ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના [નવજીવન : ૨૦-૧૦-૧૯૨૦] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/(વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે: કવર પર વાચકોનાં સરનામાંમાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૨૦)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૨૦ એ ૨૦૨૦નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. 266


હિં દના જવાહર

ગાંધીજીએ નેહરુને ‘હિં દના જવાહર’ કહીને સંબોધ્યા હતા. હિં દનું સૂક્ષ્મતાથી દર્શન કરનાર નેહરુએ સ્વતંત્ર ભારતના ભાવિને લઈને અનેક સ્વપ્ન જોયાં હતાં. આ સ્વપ્નો પૂર્ણ કરવા સારુ પોતાના દોઢ દાયકાથી વધુ સમય સુધીના વડાપ્રધાન કાળમાં હિં દુસ્તાનના નવનિર્માણ અર્થે તેમણે અનેક આગવા નિર્ણયો લીધા હતા. સમયાંતરે નેહરુના એ નિર્ણયોનું મૂલ્યાંકન અને ટીકાઓ થતાં રહ્યાં છે. પણ સંજોગ-સમયને અનુલક્ષીને તેમના કાર્યને તટસ્થભાવે જોઈએ તો વાજબી ટીકાથી આગળ ન વધી શકાય; અને આવી ટીકાથી કોઈ પણ રાજકીય હસ્તી મુક્ત નથી. હિં દુસ્તાનનિર્માણનો જ ે પાયો તેમણે મજબૂતીથી બાંધ્યો હતો તેના પર વર્તમાન ભારતની ઇમારત ચણી શકાઈ છે. દરે ક બાબત આગવો દૃષ્ટિકોણ ધરાવતા નેહરુનું ઘડતર વિશ્વનાગરિકની જ ેમ થયું હતું અને તેથી તેઓને ખાસ્સા ઉદાર જોઈ શકાય છે. આ ઉદારતાએ જ આઝાદીકાળથી વિજ્ઞાન-ટૅક્‌નૉલૉજી સહિત વિશ્વભરના નવતર પ્રયોગને અવકાશ કરી આપ્યો. ગાંધીજીની જ ેમ નેહરુએ પણ ભારતનિર્માણનું સ્વપ્નું સેવ્યું હતું, તે અર્થે કરે લું ખેડાણ તેમના લખાણમાં, પત્રો અને સંવાદમાં દેખા દે છે. આ ઉપરાંત, તેઓ દરે ક ક્ષેત્રની જોયેલી-જાણેલી-વાંચલ ે ી માહિતીને અનુભૂતિ સાથે શબ્દબદ્ધ કરી શકતા. આ અંકમાં નેહરુનાં કેટલાંક લખાણ મૂક્યાં છે. દેશના પ્રથમ વડાપ્રધાન અંગે ગર્વ લઈ શકાય તેવી અનેક બાબતોની તેમાં ઝાંખી થશે. સરદાર-નેહરુ વિવાદ આઝાદી વખતનું જાણીતું પ્રકરણ છે તેને લઈને પણ તે બંનેએ પરસ્પર લખેલા પત્રો મૂક્યા છે. આ પત્રો પરથી સ્પષ્ટ થશે કે મતભેદ હોવા છતાં એકબીજા સમક્ષ તેની રજૂ આત પ્રામાણિકપણે કરી શકતા. નવેમ્બરમાં આવી રહે લી જન્મજયંતીને અનુલક્ષીને નેહરુનો દૃષ્ટિકોણ વાચક સમક્ષ મૂકવાનો આ એક પ્રયાસ છે. આશા છે સૌને ગમશે. — સંપાદક

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

267


ધર્મ, ફિલસૂફી અને વિજ્ઞાન જવાહરલાલ નેહરુ

હિં દે તેના ભૂતકાળ સાથેનો નાતો ઘણે અંશે જાતિનું ઘડતર કર્યું તેમ જ જ ે અમારાં સુપ્ત

તોડવો જોઈએ અને વર્તમાન પર તેનું પ્રભુત્વ ન જામવા દેવું જોઈએ. આ ભૂતકાળના ઘણા નિષ્પ્રાણ અવશેષોનો બોજો અમે વહન કરીએ છીએ; જ ે કંઈ નિષ્પ્રાણ બની ગયું છે, જ ેની વેળા વીતી ગઈ છે તે બધું જવું જોઈએ. પણ એનો અર્થ એવો નથી કે એ ભૂતકાળમાં જ ે કંઈ જીવંત હોય, પ્રાણદાયી હોય, તેની સાથેનો સંબંધ પણ તોડી નાખવો અથવા તેને વિસારી મૂકવું. અમારી જાતિને સદૈવ પ્રેરણા આપતા રહે લા આદર્શોને, યુગયુગાન્તરોમાં હિં દની પ્રજાએ સેવેલાં સ્વપ્નાંઓને, પ્રાચીન કાળના અમારા પૂર્વજોના શાણપણને, તેમની ઊછળતી શક્તિ તેમ જ જીવન અને કુ દરત પ્રત્યેના તેમના પ્રેમને, તેમની જિજ્ઞાસાવૃત્તિ તેમ જ ચિત્તના સાહસની ભાવનાને, તેમના હિં મતભર્યા વિચારોને, સાહિત્ય, કળા તેમ જ સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમની અપ્રતિમ સિદ્ધિઓને, સત્ય, સૌંદર્ય અને સ્વતંત્રતા માટેના તેમના પ્રેમને, તેમણે નિર્માણ કરે લાં મૂળભૂત મૂલ્યોને, જીવનનાં ગૂઢ રહસ્યોની તેમની સમજને અને તેમનાથી ભિન્ન એવી બીજી જીવનપ્રણાલીઓ પ્રત્યેના તેમના ઔદાર્યને, બીજી જાતિઓ તેમ જ તેમની સાંસ્કૃતિક સિદ્ધિઓને પોતાનામાં સમાવી લઈ તેમને આત્મસાત્ કરવાની, તેમ જ ભિન્ન ભિન્ન તત્ત્વોનો સમન્વય કરી વૈવિધ્યશાળી ને મિશ્ર સંસ્કૃતિ ખીલવવાની તેમની શક્તિને અમે કદી ભૂલી શકીએ એમ નથી. વળી જ ેમણે અમારી પુરાણી 268

ચિત્તોમાં રહે લા છે તે અગણિત અનુભવોને પણ અમે ન ભૂલી શકીએ. અમે એ બધું હરગિજ નહીં ભૂલીએ તેમ જ અમારા એ ઉમદા વારસા માટે અમે સદૈવ ગૌરવ લેતા રહીશું. હિં દ એ બધું ભૂલે તો પછી હિં દ ન રહે , અને જ ેને લીધે તે અમારા પ્રેમ અને ગર્વનું પાત્ર બન્યું છે તેમાંનું ઘણુંખરું નષ્ટ થઈ જાય. આ બધાં સાથેનો નહીં પણ તેના પર જ ેના થરો બાઝતા આવ્યા છે તેમ જ જ ેણે તેનું આંતરિક સૌંદર્ય તેમ જ હાર્દ ઢાંકી દીધાં છે તે યુગયુગાન્તરોનાં ધૂળ તેમ જ મેલ, તેની ભાવનાને નિષ્પ્રાણ ને વિકૃ ત બનાવનાર, તેને જડ ચોકઠામાં પૂરનાર અને તેના વિકાસને કુંઠિત કરનાર વિકૃ તિઓ તેમ જ તેના પર થયેલાં ગૂમડાંઓ સાથેનો નાતો અમારે તોડવો જોઈએ. આ ગૂમડાંઓ અમારે કાપી નાખવાં જોઈએ, અમારા પ્રાચીન શાણપણના હાર્દને નવેસરથી યાદ કરવું જોઈએ અને વર્તમાન પરિસ્થિતિ સાથે તેનો સુમેળ સાધવો જોઈએ. વિચાર અને જીવનના પરં પરાગત ચીલાઓમાંથી અમારે બહાર નીકળવું જોઈએ. ગત યુગોમાં તેમણે સારો ભાગ ભજવ્યો હશે, અને તેમાં સારું તત્ત્વ હતુંયે ખરું, પણ આજ ે તેમનું કશું મહત્ત્વ રહ્યું નથી. અમારે સમગ્ર માનવજાતની બધી સિદ્ધિઓને અમારી પોતીકી કરવાની છે અને માનવીની રોમાંચક સાહસયાત્રામાં [ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


બીજાઓની સાથે અમારે જોડાવાનું છે. માનવીની આ સાહસયાત્રા આજ ે રાષ્ટ્રોની સરહદોમાં કે જૂ ના વિભાગોમાં સીમિત રહી નથી; દુનિયાભરમાં સૌને તે સ્પર્શે છે, એ વાત અમારે સમજવી જોઈએ. ગત યુગો કરતાં આજ ે એ સાહસયાત્રા વધારે રોમાંચક બની છે. જીવનને સાર્થકતા અર્પનારી સત્ય, સૌંદર્ય તેમ જ સ્વતંત્રતા માટેની ધગશ અમારે નવેસરથી પ્રગટાવવી જોઈએ અને જીવંત દૃષ્ટિ ને સાહસની ભાવના નવેસરથી ખીલવવી જોઈએ. ગત યુગોમાં એ જીવંત દૃષ્ટિ અને સાહસની ભાવનાના મજબૂત ને ટકાઉ પાયા પર અમારી ઇમારતનું ચણતર કરનારા અમારા પૂર્વજોનું એ વિશિષ્ટ લક્ષણ હતું. એક પ્રજા તરીકે અમે વયોવૃદ્ધ છીએ અને અમારી સ્મૃતિ માનવી-પુરુષાર્થ તેમ જ માનવી-ઇતિહાસના છેક ઉષ:કાળ સુધી વિસ્તરે લી છે. છતાં અમારા વર્તમાન સાથે સુમેળ સાધીને વર્તમાનને વિશે તરુણને છાજ ે એવો અદમ્ય ઉત્સાહ અને ઉલ્લાસ અનુભવતા અને ભવિષ્યને વિશે અખૂટ શ્રદ્ધા રાખનારા તરુણ અમારે ફરીથી બનવાનું છે. અંતિમ સત્ય જ ેવું કોઈ પરમતત્ત્વ હોય તો તે સનાતન, અક્ષર અને અવિકારી હોવું જોઈએ. પણ એ અનંત, સનાતન અને અવિકારી સત્ય માનવીના અપૂર્ણ ચિત્ત વડે સાંગોપાંગ પામી શકાતું નથી. માનવીનું ચિત્ત સ્થળકાળની તેમ જ માનવી-ચિત્તના વિકાસની ભૂમિકા અને તત્કાલીન પ્રચલિત આદર્શદૃષ્ટિની મર્યાદાની અંદર બહુ બહુ તો તેનો જૂ જ અંશ પામી શકે. ચિત્ત જ ેમ જ ેમ વિકસતું જાય છે અને પોતાનું ક્ષેત્ર વિસ્તારતું જાય છે તથા આદર્શદૃષ્ટિઓ બદલાતી જાય

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

છે ને તે સત્ય વ્યક્ત કરવા માટે નવાં પ્રતીકો વપરાતાં થાય છે તેમ તેમ તેની નવી બાજુ ઓ પ્રગટ થાય છે; તેનું હાર્દ જોકે હજી પણ તેનું તે જ રહ્યું હોય એમ બને. અને તેથી સત્યને સદૈવ શોધવાનું હોય છે, સદૈવ તેનું નવસંસ્કરણ કરવાનું, તેનું રૂપાન્તર કરવાનું તેમ જ તેને વિકસાવવાનું હોય છે, જ ેથી માનવીએ સમજ્યા પ્રમાણેનું એ સત્ય તેના વિચારની પ્રગતિથી તેમ જ માનવી જીવનના વિકાસથી પાછળ પડી ન જાય. તો જ તે માનવજાતને માટે જીવંત બને અને જ ેને માટે તે ઝંખતી હોય તે તેની અંતરની ભૂખ સંતોષે ને વર્તમાનમાં તેમ જ ભવિષ્યને માટે માર્ગદર્શક થાય. પણ સત્યની કોઈક બાજુ ગત યુગની રૂઢ ધાર્મિક માન્યતાને લીધે જડ થઈ ગઈ તો તે વિકસતું અને પ્રગતિ કરતું તેમ જ માનવજાતની બદલાતી જતી જરૂરિયાતો સાથે પોતાનો મેળ સાધતું અટકી જાય છે; તેની બીજી બાજુ ઓ છુ પાયેલી રહે છે અને પછીના યુગોના તાકીદના પ્રશ્નોનો ઉકેલ બતાવવામાં તે નિષ્ફળ નીવડે છે. એ ચેતનમય ન રહે તાં જડ બની જાય છે, જીવનદાયી પ્રેરણા ન રહે તાં નિષ્પ્રાણ વિચાર અને વિધિની વસ્તુ બની રહે છે અને ચિત્ત તથા માનવજાતના વિકાસના માર્ગમાં નડતરરૂપ બને છે. જ ે યુગમાં એ ઉદ્ભવ્યું તેમ જ જ ે યુગની ભાષા ને પ્રતીકના એને વાઘા પહે રાવવામાં આવ્યા હતા તે વખતે એ સમજાતું હતું તેટલા પ્રમાણમાં ઘણું કરીને હવે તે સમજાતું પણ હોતું નથી, કેમ કે પછીના યુગમાં એના પૂર્વાપર સંબંધો બદલાઈ ગયેલા હોય છે, માનસિક વાતાવરણમાં 269


સત્યની કોઈક બાજુ ગત યુગની રૂઢ ધાર્મિક માન્યતાને લીધે જડ થઈ ગઈ તો તે વિકસતું અને પ્રગતિ કરતું તેમ જ માનવજાતની બદલાતી જતી જરૂરિયાતો સાથે પોતાનો મેળ સાધતું અટકી જાય છે; તેની બીજી બાજુઓ છુપાયેલી રહે છે અને પછીના યુગોના તાકીદના પ્રશ્નોનો ઉકેલ બતાવવામાં તે નિષ્ફળ નીવડે છે

ફે રફાર થયેલા હોય છે, નવી સામાજિક ટેવો તેમ જ રૂઢિઓ ઉદ્ભવી હોય છે અને એ સ્થિતિમાં એ પ્રાચીન લખાણનો ભાવાર્થ સમજવાનું ઘણી વાર મુશ્કેલ બની જાય છે; એનું હાર્દ સમજવાનું તો વળી એથીયે મુશ્કેલ હોય છે. વળી, અરવિંદ ઘોષે દર્શાવી આપ્યું છે તેમ, પ્રત્યેક સત્ય સ્વત: ગમે એટલું સાચું હોય છતાંયે, તેને એકીવખતે મર્યાદિત અને પરિપૂર્ણ કરનારાં બીજાં સત્યોથી નિરાળું પાડીને લેવામાં આવે છે ત્યારે તે બુદ્ધિને કુંઠિત કરનારી ઇંદ્રજાળ અને ગેરરસ્તે દોરનારી અંધ માન્યતા અથવા સિદ્ધાંત બને છે, કેમ કે હકીકતમાં દરે ક સત્ય જટિલ તાણાવાણાનો એક તંતુ છે અને એ તાણાવાણાથી કોઈ એક તંતુને અલગ પાડીને લેવો ન જોઈએ. માનવજાતના વિકાસમાં ધર્માેનો ફાળો મોટો છે. તેમણે કેટલાંક મૂલ્યો અને ધોરણો ઠરાવ્યાં છે અને માનવજીવનના માર્ગદર્શન માટે કેટલાક સિદ્ધાંતો બતાવ્યા છે. પણ આ બધી સારી વસ્તુઓની સાથે તેમણે સત્યને ઠરાવેલાં બીબાંમાં ને રૂઢ માન્યતાઓમાં બંદીવાન કરવાનો પ્રયાસ પણ કર્યો છે તેમ 270

જ થોડા વખતમાં પોતાનો મૂળ અર્થ ખોઈ બેસે ને કેવળ બાહ્યાચાર બને એવી વિધિઓ ને પ્રથાઓને ઉત્તેજન આપ્યું છે. પોતાની ચોતરફ વ્યાપી રહે લા અજ્ઞાત તત્ત્વને વિશે માણસના મનમાં ગૂઢતાની લાગણી તેમ જ ભય પેદા કરી તેમણે માત્ર અજ્ઞાત તત્ત્વને જ નહીં, સામાજિક પુરુષાર્થના માર્ગમાં જ ે કંઈ બાધારૂપ થઈ પડે તેને સમજવાનો પ્રયત્ન કરતાં પણ તેને વાળ્યો છે. કુ તૂહલ, જિજ્ઞાસાવૃત્તિ તેમ જ વિચારને ઉત્તેજન આપવાને બદલે તેમણે કુ દરતને, સ્થાપિત ધર્મવ્યવસ્થાને, વર્તમાન સમાજવ્યવસ્થાને તેમ જ જ ે કંઈ પ્રચલિત હોય તેને વશ વર્તવાની ફિલસૂફી ઉપદેશી છે. આ વિશ્વની પાછળ કોઈક નિયંતા દૈવી શક્તિ રહે લી છે એવી શ્રદ્ધાને પરિણામે સામાજિક ભૂમિકા પર અમુક પ્રમાણમાં બેજવાબદારીની લાગણી પેદા થઈ છે અને ભાવના તેમ જ વેવલાપણાએ બુદ્ધિપૂર્વકની વિચારણા ને જિજ્ઞાસાનું સ્થાન લીધું છે. ધર્મે અસંખ્ય માણસોને સમાધાન આપ્યું છે અને પોતાનાં મૂલ્યોથી સમાજને સ્થિરતા બક્ષી છે એ નિર્વિવાદ છે. પણ માનવસમાજના પાયામાં રહે લી પ્રગતિ ને પરિવર્તનની વૃત્તિને તેણે રોકી છે. ફિલસૂફીએ આ બધી બાધાઓ ટાળી છે અને વિચાર તેમ જ જિજ્ઞાસાને ઉત્તેજન આપ્યું છે. પણ જીવન અને રોજ ેરોજના સવાલોથી અળગી પડીને સામાન્ય રીતે તે પોતાના એકદંડિયા મહે લમાં રહે તી આવી છે. આત્યંતિક હે તુઓ પર તે પોતાનું સઘળું લક્ષ કેન્દ્રિત કરે છે પણ માનવીના જીવન સાથે તેમનો યોગ સાધી શકતી નથી. તર્ક [ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


અને બુદ્ધિ તેનાં માર્ગદર્શક છે અને તે તેને અનેક દિશાઓમાં ઘણે આગળ લઈ ગયાં પણ તર્ક કેવળ ચિત્તનું ફરજંદ છે અને હકીકત સાથે તેને લેવાદેવા હોતી નથી. વિજ્ઞાને અંતિમ હે તુઓની અવગણના કરી અને માત્ર હકીકતો તરફ પોતાનું સઘળું લક્ષ કેન્દ્રિત કર્યું. તેણે કૂ દકે ને ભૂસકે દુનિયાને આગળ ધકેલી, ઝગઝગતી સંસ્કૃતિ ઊભી કરી, જ્ઞાનના વિકાસ માટે અગણિત માર્ગો ખુલ્લા કર્યા અને માણસનું સામર્થ્ય એટલું વધારી મૂક્યું કે પોતાની આસપાસની ભૌતિક પરિસ્થિતિ પર તે વિજય મેળવી શકે ને તેને પોતે ધારે તેવું રૂપ આપી શકે એવું માનવાનું પહે લવહે લી વાર તેને શક્ય જણાવા લાગ્યું. માણસ આ પૃથ્વીના ગોળાની રાસાયણિક દૃષ્ટિએ, ભૌતિક દૃષ્ટિએ તેમ જ બીજી અનેક રીતે સૂરત બદલી નાખનાર એક નિસર્ગના બળ જ ેવો બન્યો. છતાં, એ આખીયે યોજનાનો કાબૂ સંપૂર્ણપણે તેની મૂઠીમાં આવેલો લાગતો હતો, પોતાની ઝંખના પ્રમાણે તેને સ્વરૂપ આપવાનો મોકો હાથવેંતમાં આવેલો તેને જણાતો હતો ત્યાં કોઈક મહત્ત્વની ચીજની ઊણપ તેને માલૂમ પડી, કંઈક જીવન્ત તત્ત્વ ખૂટતું તેને દેખાયું. અંતિમ હે તુઓ વિશે વિજ્ઞાન તદ્દન અજાણ હતું એટલું જ નહીં, તાત્કાલિક હે તુની પણ તેને સમજ નહોતી, કેમ કે વિજ્ઞાને જીવનના હે તુ વિશે આપણને કશું કહ્યું નહોતું. વળી, માણસે કુ દરત પર પોતાનો આટલો બધો કાબૂ જમાવ્યો હતો છતાં, પોતાની જાત પર કાબૂ મેળવવાની શક્તિ તેનામાં નહોતી અને તેણે પોતે પેદા કરે લા રાક્ષસે દાટ વાળ્યો. જીવવિદ્યા, માનસશાસ્ત્ર તેમ જ બીજાં

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

અરવિંદ ઘોષે દર્શાવી આપ્યું છે તેમ, પ્રત્યેક સત્ય સ્વત: ગમે એટલું સાચું હોય છતાંયે, તેને એકીવખતે મર્યાદિત અને પરિપૂર્ણ કરનારાં બીજાં સત્યોથી નિરાળું પાડીને લેવામાં આવે છે ત્યારે તે બુદ્ધિને કુંઠિત કરનારી ઇંદ્રજાળ અને ગેરરસ્તે દોરનારી અંધ માન્યતા અથવા સિદ્ધાંત બને છે

શાસ્ત્રોની નવી નવી શોધો અને જીવવિદ્યા ને પદાર્થવિજ્ઞાન વિશેની નવી દૃષ્ટિ માણસને પહે લાંના કરતાં પોતાની જાતને વધારે સમજવામાં ને પોતાના પર વધારે કાબૂ રાખવામાં કદાચ મદદરૂપ નીવડે. અથવા, વિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલી આવી પ્રગતિ માનવીના જીવન પર પૂરતી અસરકારક નીવડે તે પહે લાં જ માણસ તેણે રચેલી સંસ્કૃતિનો નાશ કરે ને તેને નવેસરથી આરં ભ કરવો પડે. વિજ્ઞાનને આગળ વધવાની તક આપવામાં આવે તો તેની પ્રગતિની કોઈ મર્યાદા દેખાતી નથી. આમ છતાં વિજ્ઞાનની અવલોકનપદ્ધતિ માણસના હરે ક પ્રકારના અનુભવોને હમેશાં લાગુ પાડી ન શકાય અને આપણને ચોતરફથી ઘેરીને જ ે અજ્ઞાત ને અણખેડ્યો સાગર પડ્યો છે તેને તે પાર ન કરી શકે એમ બને. ફિલસૂફીની મદદથી તે એ દિશામાં કદાચ થોડી મજલ કાપે અને ભરદરિયે પણ ઝંપલાવે એમ બને. અને વિજ્ઞાન તેમ જ ફિલસૂફી બંને હારે અને આપણને છેહ દે ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની આપણી પાસે બીજી જ ે કોઈ શક્તિ હોય તેના પર 271


સંગઠિત ધર્મ ઈશ્વરવિદ્યાનો આશરો લે છે અને આધ્યાત્મિક બાબતો કરતાં ઘણી વાર તેને સ્થાપિત હિતોની વધારે પડી હોય છે. તે જે વલણને ઉત્તેજન આપે છે તે વિજ્ઞાનના વલણથી તદ્દન ઊલટું હોય છે. તે સંકુચિતતા અને અસહિષ્ણુતા, અંધશ્રદ્ધા અને વહેમ તેમ જ લાગણીવેડા અને જડતા પેદા કરે છે

આપણે આધાર રાખવો પડશે, કેમ કે આપણા ચિત્તનું આજનું બંધારણ જોતાં અમુક હદથી આગળ બુદ્ધિ જઈ ન શકે એમ લાગે છે. બુદ્ધિ તેમ જ વૈજ્ઞાનિક પદ્ધતિની આ મર્યાદાઓ સમજી લીધા પછી પણ પૂરેપૂરી ચીવટથી આપણે તેમને વળગી રહે વું જોઈએ, કેમ કે એના નક્કર પાયા વિના કોઈ પણ પ્રકારના સત્ય અથવા વસ્તુના સાચા સ્વરૂપની પકડ આપણે મેળવી શકતા નથી. આપણે કશું ન સમજીએ અને આ જગતના રહસ્યનો પાર પામવાના મિથ્યા પ્રયાસોમાં ગોથાં ખાયા કરીએ તેના કરતાં અંશત: સત્ય સમજવું અને તેને આપણા જીવનમાં ઉતારવું બહે તર છે. હરે ક દેશ અને હરે ક પ્રજા માટે વિજ્ઞાનનો વિનિયોગ આજ ે અનિવાર્ય બન્યો છે અને કોઈ પણ રીતે તે ટાળી શકાય એમ નથી; પણ વિજ્ઞાનના વિનિયોગ કરતાં કંઈક વિશેષની જરૂર છે. વિજ્ઞાનની દૃષ્ટિ, વિજ્ઞાનની સાહસિક છતાં વિવેચક પ્રકૃ તિ, સત્ય તેમ જ નવા જ્ઞાનની ખોજ, કસી જોયા અને અજમાવી જોયા વિના કોઈ પણ વસ્તુ સ્વીકારી લેવાનો ઇન્કાર, નવા પુરાવા પરથી આગળના નિર્ણયો બદવવાની શક્તિ, માની 272

લીધેલા સિદ્ધાંત પર નહીં પણ પ્રત્યક્ષ જોયેલી હકીકત પર આધાર રાખવાનું વલણ, ચિત્તનું કડક નિયમન — આ બધું માત્ર વિજ્ઞાનના વિનિયોગ માટે જ નહીં, ખુદ જીવનને તેમ જ તેને સ્પર્શતા અનેક સવાલો ઉકેલવા માટે જરૂરી છે. વિજ્ઞાનના ઉપાસક હોવાનો દાવો કરનારા આજના ઘણા મોટા ભાગના વિજ્ઞાનીઓ પોતપોતાનાં નિશ્ચિત ક્ષેત્રોની બહાર એ બધું સર્વથા વિસારી મૂકે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિ અથવા વલણ એક જીવનપ્રણાલી, વિચારસરણી, અને આપણા માનવબંધુઓ સાથે કાર્ય કરવાની તેમ જ તેમની સાથે સમાગમમાં આવવાની પદ્ધતિ છે અથવા હોવી જોઈએ. એ બહુ કપરી વાત છે અને થોડીઘણી સફળતાપૂર્વક પણ એ રીતે આચરણ કરી શકે એવા ગણ્યાગાંઠ્યા માણસો પણ આપણામાંથી મળવા દોહ્યલા છે. પણ આ ટીકા ફિલસૂફી તેમ જ ધર્મે આપણને આપેલા આદેશોનેયે એટલી જ અથવા એથીયે વધારે લાગુ પડે છે; વૈજ્ઞાનિક માનસ માણસે કયે રસ્તે આગળ વધવું એ બતાવે છે. એ બંધનયુક્ત માણસનું માનસ છે. આપણે વિજ્ઞાનના યુગમાં જીવીએ છીએ, એમ આપણને કહે વામાં આવે છે, પણ એ વલણ દુનિયાભરમાં ક્યાંયે પ્રજામાં કે તેમના નેતાઓમાં જરા સરખું પણ દેખાતું નથી. પ્રત્યક્ષ જ્ઞાન અથવા બાહ્ય યા દૃશ્ય જગતનું જ્ઞાન એ વિજ્ઞાનનો કાર્યપ્રદેશ છે પણ એ જ ે માનસ પેદા કરે છે તે એ કાર્યક્ષેત્રની સીમા ઓળંગીને આગળ સુધી જઈ શકે છે. જ્ઞાનપ્રાપ્તિ, સત્યદર્શન તેમ જ માંગલ્ય ને સૌંદર્યનો અનુભવ એ માનવજીવનના અંતિમ હે તુઓ છે એમ કહી [ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


શકાય. દૃશ્ય જગતને અંગેના સંશોધનની વૈજ્ઞાનિક પદ્ધતિ આ બધાંને લાગુ પડી શકતી નથી અને કાવ્ય ને કળાનો રસાસ્વાદ, સૌંદર્યજનિત લાગણી અને મંગળ તત્ત્વની આંતરિક અનુભૂતિ વગેરે જીવનની અત્યંત મહત્ત્વની માર્મિક બાબતો એના કાર્યપ્રદેશની બહાર છે. વનસ્પતિશાસ્ત્રી કે પ્રાણીશાસ્ત્રી પ્રકૃ તિનું સૌંદર્ય તેમ જ તેની મોહકતા કદી અનુભવી ન શકે અને સમાજશાસ્ત્રીમાં માનવપ્રેમનો સદંતર અભાવ હોય એમ બને. પણ વૈજ્ઞાનિક પદ્ધતિના ક્ષેત્રની બહારના પ્રદેશમાં આપણે પહોંચીએ, ગિરિશૃંગો પરનાં ફિલસૂફીનાં દેવાલયોમાં જઈએ અને આપણે ઉન્નત ભાવનાઓ અનુભવીએ અથવા આ દૃશ્ય જગતની પાર રહે લા અજ્ઞાતના મહાસાગર તરફ નજર કરીએ ત્યારે પણ વિજ્ઞાનની એ દૃષ્ટિ અને વલણ જરૂરનાં હોય છે. ધર્મની પદ્ધતિ એથી સર્વથા ભિન્ન છે. મુખ્યત્વે ઇન્દ્રિયજ્ઞાનની પેલી પારના પ્રદેશો સાથે એને લેવાદેવા હોવાથી તે ભાવના તેમ જ અંત:પ્રેરણા કે સંપ્રજ્ઞાન પર આધાર રાખે છે. અને પછી તે જીવનને સ્પર્શતી બધી બાબતોને એ પદ્ધતિ લાગુ પાડે છે. જ ેમનું અવલોકન કરી શકાય તેમ જ બુદ્ધિપૂર્વક જ ેમને વિશે સંશોધન કરી શકાય એવા પદાર્થોને પણ તે એ જ પદ્ધતિ લાગુ પાડે છે. સંગઠિત ધર્મ ઈશ્વરવિદ્યાનો આશરો લે છે અને આધ્યાત્મિક બાબતો કરતાં ઘણી વાર તેને સ્થાપિત હિતોની વધારે પડી હોય છે. તે જ ે વલણને ઉત્તેજન આપે છે તે વિજ્ઞાનના વલણથી તદ્દન ઊલટુ ં હોય છે. તે સંકુચિતતા અને અસહિષ્ણુતા, અંધશ્રદ્ધા અને

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

જીવનમાં સૃષ્ટિનું સૌંદર્ય હજી પણ રહ્યું છે એટલું જ નહીં, નવી નવી અને જેનો કદી અંત આવે એમ નથી એવી શોધો કરવાને, જીવનનું સંવર્ધન કરનારા તેમ જ તેને વધારે સમૃદ્ધ અને અધિક પરિપૂર્ણ બનાવનારા નવા નવા દૃષ્ટિપથો ઉઘાડવાને તથા નવી નવી જીવણપ્રણાલી પ્રવર્તાવવાને રોમાંચક સાહસ માટે હજી પણ એમાં પૂરતો અવકાશ છે

વહે મ તેમ જ લાગણીવેડા અને જડતા પેદા કરે છે. તે માણસના ચિત્તનાં દ્વાર બંધ કરી દે છે, તેને કુંઠિત કરે છે અને પરાધીન ને ગુલામ મનોદશા પેદા કરે છે. વૉલ્ટેરે કહ્યું છે કે, ઈશ્વર ન હોત તોયે કોઈ ને કોઈ પ્રકારે તેને શોધી કાઢવો પડત. આ વાત સાચી હોય એમ લાગે છે અને સાચે જ માણસનું ચિત્ત આવી કોઈક માનસિક મૂર્તિ અથવા ખ્યાલ નિર્માણ કરવાને સદા મથતું આવ્યું છે. અને ચિત્તના વિકાસ સાથે એ મૂર્તિ અથવા ખ્યાલનો પણ વિકાસ થતો ગયો છે. પણ ઈશ્વર હોય તોયે એના તરફ જોયા ન કરવું અથવા તેના પર આધાર ન રાખવો એ ઇચ્છવા જોગ છે એવા એથી ઊલટા વિધાનમાં પણ કંઈક તથ્ય રહે લું છે. અતિભૌતિક અથવા પારલૌકિક વસ્તુઓ પર વધારે પડતો આધાર રાખવાથી માણસ સ્વાશ્રયની વૃત્તિ ખોઈ બેસે અને તેની કાર્યદક્ષતા તેમ જ સર્જકશક્તિ મંદ પડી જાય એવો સંભવ છે અને ઘણી વાર એમ બન્યું છે પણ ખરું. છતાં આપણા ભૌતિક જગતથી પર એવા કોઈક ચેતનતત્ત્વ વિશેની કંઈક શ્રદ્ધા, નૈતિક, આધ્યાત્મિક અને 273


આદર્શવાદી કલ્પનાઓ વિશેનું કંઈક આલંબન જરૂરી હોય એમ લાગે છે, કેમ કે નહીં તો આપણી પાસે જીવનનો કોઈ આધાર, ઉદ્દેશ અથવા ધ્યેય રહે તાં નથી. ઈશ્વર વિશે આપણે શ્રદ્ધા રાખીએ કે ન રાખીએ પણ કંઈક વસ્તુમાં તો શ્રદ્ધા રાખ્યા વિના આપણો છૂટકો નથી, પછી એને જીવનમયી સર્જકશક્તિ કહો અથવા વસ્તુમાત્રના હાડમાં રહે લી અને તેમને ગતિશીલ, પરિવર્તનશીલ ને વિકાસશીલ કરનારી જીવનશક્તિ કહો કે બીજુ ં કોઈ નામ આપો. મૃત્યુને મુકાબલે જીવન જ ેમ સત્ય છે તેટલી જ એ વસ્તુ અકળ પણ સત્ય છે. જાણ્યેઅજાણ્યે પણ આપણામાંના મોટા ભાગના લોકો કોઈક અજ્ઞાત દેવની, કોઈક વ્યક્તિગત, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય આદર્શની, બુદ્ધિપૂર્વક નિહાળતાં મિથ્યા લાગે એવા, પણ આપણને આગળ જવાને પ્રેરતા કોઈક દૂરના લક્ષ્યની, સંપૂર્ણ મનુષ્યના અને વધારે સારી દુનિયાના કોઈક અસ્પષ્ટ ખ્યાલની આરાધના કરે છે અને તેની અગોચર વેદી પર આહુતિ આપે છે. પૂર્ણતા ભલે અપ્રાપ્ય હોય પણ આપણા અંતરમાં રહે લું કોઈક ભૂત, કોઈક અદમ્ય જીવનશક્તિ, આપણને આગળ ને આગળ ધકેલે છે અને અનંતકાળથી પેઢી દર પેઢી આપણે એ મજલ કાપતા આવ્યા છીએ. જ્ઞાન આગળ વધતું જાય છે તેમ તેમ સંકુચિત અર્થમાં ધર્મનું ક્ષેત્ર સંકોચાતું જાય છે. જીવન અને પ્રવૃત્તિ વિશેની આપણી સમજ વધતી જાય છે તેમ તેમ દૈવી કારણો ખોળવાની જરૂર ઘટતી જાય છે. જ ે કંઈ

274

આપણે સમજી શકીએ તેમ જ જ ેનું નિયમન કરી શકીએ તેને વિશેની ગૂઢતા જતી રહે છે. ખેતીની પ્રક્રિયાઓ, આપણો ખોરાક, આપણો પહે રવેશ, તેમ જ આપણા સામાજિક સંબંધો ને રહે ણીકરણી એ બધાં પર એક વખતે ધર્મની અને તેના મહં તોની આણ પ્રવર્તતી હતી. ધીમે ધીમે એ બધાં તેના નિયમનમાંથી બહાર નીકળી ગયાં છે અને વૈજ્ઞાનિક અભ્યાસનો વિષય બન્યાં છે. આમ છતાં એમાંની ઘણીખરી બાબતો પર ધાર્મિક માન્યતાઓ તેમ જ તેના પડખામાં રહે તા વહે મોની પ્રબળ અસર હજી પણ ટકી રહી છે. અંતિમ રહસ્ય હજી પણ માનવી-ચિત્તની પહોંચની બહાર રહ્યું છે અને એ બાબતમાં એ જ સ્થિતિ ચાલુ રહે વાનો સંભવ છે. પણ જ ેમનો ભેદ ઉકેલી શકાય એમ છે અને જ ે હજી અણઊકલી રહી છે એવી જીવનને સ્પર્શતી અનેક રહસ્યમય બાબતો છે એ જોતાં, અંતિમ રહસ્ય માટેની આટલી બધી વ્યાકુ ળતા ભાગ્યે જ જરૂરી કે વાજબી જણાય છે. જીવનમાં સૃષ્ટિનું સૌંદર્ય હજી પણ રહ્યું છે એટલું જ નહીં, નવી નવી અને જ ેનો કદી અંત આવે એમ નથી એવી શોધો કરવાને, જીવનનું સંવર્ધન કરનારા તેમ જ તેને વધારે સમૃદ્ધ અને અધિક પરિપૂર્ણ બનાવનારા નવા નવા દૃષ્ટિપથો ઉઘાડવાને તથા નવી નવી જીવણપ્રણાલી પ્રવર્તાવવાને રોમાંચક સાહસ માટે હજી પણ એમાં પૂરતો અવકાશ છે. [મારુ હિં દનું દર્શનમાંથી]

[ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


નેહરુ પોતાના વિશે1 જવાહરલાલ નેહરુ ૧૯૩૪-૩૫ના અલ્મોડા જ ેલના એકાંતવાસ દરમિયાન જવાહરલાલ નેહરુએ આત્મકથા લખી હતી. ‘મારી જીવનકથા’ [અનુ. મહાદેવ દેસાઈ]ના નામે લખાયેલી આ આત્મકથાના અંતે નેહરુએ ‘ઉપસંહાર’ પ્રકરણમાં પોતાની મનોદશા અને વિચારોનું ચિત્ર રજૂ કર્યું છે. આ શબ્દબદ્ધ ચિત્રમાં નેહરુને વધુ નજદીકથી જોઈ-અનુભવી શકાય છે. કર્મ કરવાનો જ આપણને આદેશ છે; કર્મને સફળતાએ પહોંચાડવાનું આપણા હાથમાં નથી. — તાલમુદ

મારી કથાનો હવે1અંત આવ્યો. જીવન કશી અપૂર્વતા કે અસાધારણતા પણ નથી,

દરમિયાનનાં મારાં સારાં કે નરસાં કામોનો આ અહં તાપૂર્ણ વૃત્તાન્ત અલ્મોડાની ડિસ્ટ્રિક્ટ જ ેલમાં આજ તા. ૧૪મી ફે બ્રુઆરી ૧૯૩૫, સુધી પહોંચ્યો છે. આજથી ત્રણ મહિના પહે લાં આ જ ેલમાં મેં મારી પિસ્તાળીસમી વર્ષગાંઠ ઊજવી હતી, અને હં ુ માનું છુ ં કે મારે હજુ ઘણાં વર્ષ બાકી છે. કેટલીક વાર વધતી ઉંમર અને થાકની લાગણી મને થઈ આવે છે; ક્યારે ક વળી મને મારામાં શક્તિ અને જુ સ્સો ઊભરાતાં લાગે છે. મારું શરીર ઠીક કસાયેલું છે, અને આઘાતોમાંથી જલદી સ્વસ્થ થઈ જવાની મારા મનમાં શક્તિ રહે લી છે; તેથી, કાંઈક આકસ્મિક દૈવયોગ વિપરીત ન આવે તો હં ુ માનું છુ ં કે હં ુ હજુ લાંબો વખત જીવીશ. પણ તે કાળ માટે તો તેમાંથી પસાર થયા પહે લાં લખી શકાય એમ નથી. મારા જીવનના પ્રસંગો કદાચ પૂરતા મનોવેધક નથી; જ ેલમાં ગયેલાં લાંબાં વર્ષો ભાગ્યે જ પરાક્રમભર્યાં હોઈ શકે. તેમ એમાં 1. મૂળ શીર્ષક : ઉપસંહાર

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

કારણ કે બીજા હજારો દેશબંધુઓ અને બહે નોનો એ વર્ષોનાં સુખદુ:ખોમાં હિસ્સો છે. અને બદલાતી મનોવૃત્તિઓ, ઉત્સાહ, નિરાશા, અત્યંત પ્રવૃત્તિ અને પરાણે મળેલી નિવૃત્તિનો ઇતિહાસ અમારા સૌનો સહિયારો છે. સમગ્ર સમૂહમાંનો જ હં ુ એક છુ ,ં એમની જોડે જ ચાલ્યો છુ ,ં ક્યારે ક મેં તેમને દોર્યા છે, તો ક્યારે ક હં ુ તેમનાથી દોરાયો છુ ;ં અને છતાં બીજી વ્યક્તિઓની જ ેમ જ, તે સમૂહથી ભિન્ન રહી એક સ્વતંત્ર વ્યક્તિ રૂપે સમૂહના મધ્યમાં મારું સ્વતંત્ર જીવન પણ ગુજારું છુ .ં ઘણીક વાર અમે ડોળ કર્યા છે અને નાટક ભજવ્યાં છે; પણ જ ે કાંઈ આપણે કર્યું છે તેમાં ઘણે અંશે કાંઈક અત્યંત સત્ય વસ્તુ અને તીવ્ર નિષ્ઠા હતાં; તેણે જ આપણને આપણી ક્ષુદ્ર અહં તામાંથી ઊંચા ચડાવ્યા છે, આપણામાં બળ રે ડ્યું છે અને બીજી રીતે જ ે આપણને પ્રાપ્ત થઈ ન શકત તેવું મહત્ત્વ આપણને આપ્યું છે. સિદ્ધાંત પ્રમાણે કામ કરવાના પ્રયત્નમાંથી જીવનની કૃ તાર્થતાનો જ ે અનુભવ થાય છે તે લેવા પણ આપણે ક્યારે ક ભાગ્યશાળી થયા છીએ. અને આપણે એ પણ 275


સાક્ષાત્કાર કર્યો છે કે એ આદર્શોનો ત્યાગ કરીને અને પશુબળને વશ થઈને ભોગવેલું બીજુ ં કોઈ પણ જીવન વ્યર્થ, સંતોષહીન અને શોકપૂર્ણ જ થાત. મને પોતાને આ બધાં વર્ષોમાં અનેક લાભોમાં એક અતિશય કીમતી લાભ થયો છે : જીવનને એક અત્યંત રસમય સાહસ રૂપે હં ુ વધારે ને વધારે જોતો થયો છુ ;ં એમાં ઘણુંયે શીખવાનું છે, અને ઘણુંયે કરવાનું છે. મારો વિકાસ થઈ રહ્યો છે એવો ચાલુ અનુભવ મને થયા કર્યો છે, અને એ અનુભવ મને હજુ યે થાય છે, અને તે મારી પ્રવૃત્તિઓમાં અને પુસ્તકોનાં વાચનમાં રસ પૂરે છે અને એકંદરે જીવનને જીવવા યોગ્ય બનાવે છે. આ વૃત્તાન્ત લખતી વખતે દરે ક બનાવ વખતની મારી મનોદશા અને વિચારોનું ચિત્ર રજૂ કરવા, તે ક્ષણે મારી જ ે લાગણીઓ હતી તે શક્ય તેટલી વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો છે. ભૂતકાળની મનોદશાની સ્મૃતિ જાગ્રત કરવી કઠણ છે, અને ત્યાર પછીના બનાવોને તે વખતે ભૂલી જવા એ સહે લું નથી. આથી, પાછળના વિચારોનો આગલા દિવસોના નિરૂપણ પર રં ગ ચડી ગયો હશે જ; પણ મારો ઉદ્દેશ, મુખ્યત્વે મારા પોતાના લાભાર્થે જ મારા મનોવિકાસનો ક્રમ અવલોકવાનો હતો. મેં જ ે કાંઈ લખ્યું છે તે કદાચ હં ુ જ ેવો હતો તેનું વર્ણન હોવાને બદલે, હં ુ જ ેવો ક્યારે ક થવા ઇચ્છતો હતો કે થયેલો પોતાને કલ્પતો હતો તેનું વધારે હોય. કેટલાક મહિના પૂર્વે સર સી. પી. રામસ્વામી આયરે જાહે રમાં મારે વિશે કહ્યું હતું કે આમવર્ગની મનોદશાનો હં ુ સાચો પ્રતિનિધિ નથી, પણ તે છતાંયે હં ુ બહુ જોખમભરે લો માણસ છુ ,ં કારણ કે મેં ત્યાગ 276

કર્યો છે, હં ુ આદર્શવાદી છુ ં અને મને મારી માન્યતાઓ માટે અત્યંત ધગશ છે. અને આ બધામાં એમના વિચાર પ્રમાણે, હં ુ ‘સ્વ-માયાવશ’ છુ .ં સ્વ-માયા-વશ પુરુષ પોતાને વિશે ભાગ્યે જ સાચો નિર્ણય કરી શકે; અને વળી આ અંગત બાબતમાં હં ુ સી. પી. સાથે વાદવિવાદ કરવા ઇચ્છુંયે નહીં. ઘણાં વર્ષથી અમે મળ્યા નથી, પણ ઘણાં વર્ષ પૂર્વે એવો એક સમય હતો જ્યારે હોમરૂલ લીગમાં અમે સહમંત્રીઓ હતા. ત્યાર પછી ઘણા ફે રફારો થઈ ગયા; અને સી. પી. તો ગોળાકારે ફરતી સીડીને એક પછી એક પગથિયે ચડતા ચક્કર આવે એટલી ઊંચાઈએ ચડી ગયા છે, અને હં ુ તો હજુ પૃથ્વી પર, પાર્થિવ જ રહ્યો છુ .ં અમારા એક દેશ સિવાય અમારા બે વચ્ચે હવે ભાગ્યે જ કશું સમાન રહ્યું હોય. હિં દુસ્તાનમાંના અંગ્રેજી રાજ્યના — ખાસ કરીને જ ેવું એ છેલ્લાં થોડાં વર્ષથી ચાલે છે, તેના — એ સોળ આના હિમાયતી છે; હિં દુસ્તાનમાં તેમ જ અન્ય ઠેકાણે સરમુખત્યારી પદ્ધતિના પ્રશંસક છે, અને એક આપઅખત્યાર દેશી રાજ્યના ઝળકતા રત્ન છે. ઘણીખરી બાબતોમાં મારે અને એમને મતભેદ છે; પણ હં ુ માનું છુ ં કે એક નજીવી સરખી બાબતમાં અમે એકમત છીએ; હં ુ આમવર્ગની મનોદશાનો સાચો પ્રતિનિધિ નથી એ એમનું કહે વું સાવ સાચું છે. એવો ભ્રમ મને કદી રહ્યો જ નથી. એટલું જ નહીં, હં ુ કોઈનોયે પ્રતિનિધિ છુ ં કે કેમ તે વિશે મને ઘણી વાર શંકા થયેલી છે અને, જોકે મારી પ્રત્યે મમતા અને મિત્રતાની લાગણી ધરાવનારા ઘણા છે છતાં, હં ુ કોઈનો પ્રતિનિધિ નથી એમ માનવા તરફ મારું મન ઢળે છે. દરે ક ઠેકાણે મેળ ન ખાતો, ક્યાંયે સ્વસ્થાને છુ ં એમ ન અનુભવતો, પૂર્વ અને [ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


પશ્ચિમનું હં ુ એક વિલક્ષણ મિશ્રણ છુ .ં કદાચ મારા વિચારો અને જીવન પ્રત્યેની દૃષ્ટિ, પૂર્વ કરતાં જ ેને પશ્ચિમનાં કહે છે તેને વધારે મળતાં છે; છતાં ભારતમાતા પોતાનાં અનેક બાળકોની જ ેમ મનેયે અનેક રીતે અપનાવે છે; અને મારી પ્રકૃ તિમાં, કદાચ મારા અપ્રગટ માનસમાં, સેંકડો — કે જ ેટલી હોય તેટલી — પેઢીઓના બ્રાહ્મણપણાના સંસ્કારો છે. એ મારા ભૂતકાળના વારસાને કે મારા નવીન સંસ્કારોનેયે હં ુ છોડી શકતો નથી. એ બન્ને મારા જીવનનાં અંગો છે, અને જોકે પૂર્વ અને પશ્ચિમ બન્નેમાં તેઓ મને મદદગાર થાય છે, છતાં જાહે ર જીવનમાં જ નહીં પણ સમગ્ર જીવનમાં તે સંસ્કારો હં ુ જાણે માનસિક એકાકીપણું ભોગવતો હોઉં એવી લાગણી મારામાં ઉત્પન્ન કરે છે. પશ્ચિમમાં હં ુ અજાણ્યો અને પરદેશી બનું છુ .ં હં ુ ત્યાંનો થઈ શકતો નથી. પણ મારા પોતાના દેશમાંયે ક્યારે ક હં ુ દેશનિકાલ થયેલા માણસની લાગણીઓ અનુભવું છુ .ં દૂરવર્તી પર્વતો સહે લાઈથી પહોંચી અને ચડી શકાય એવા લાગે છે; એનું શિખર આમંત્રણ આપતું લાગે છે; પણ જ ેમ જ ેમ આપણે નજીક જઈએ છીએ તેમ તેમ મુશ્કેલીઓ ઉત્પન્ન થતી જાય છે, જ ેમ જ ેમ ઊંચા ચડતા જઈએ છીએ તેમ તેમ પ્રવાસ કઠણ લાગતો જાય છે અને શિખર વાદળાંમાં સંતાતું જણાય છે. છતાં ચડવાના પ્રયત્નમાં જ અનોખું મૂલ્ય રહે લું છે, અને એમાં જ એક પ્રકારનો આનંદ અને સંતોષ મળે છે. કદાચ પુરુષાર્થમાં જ જીવનનું મૂલ્ય હશે, ફળમાં નહીં. ઘણી વાર સાચો માર્ગ કયો તે ઠરાવવું મુશ્કેલ

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

હોય છે; કયો સાચો નથી તે જાણવું વધારે સહે લું હોય છે; અને તેને ટાળી શકીએ તોયે ઘણું છે. નમ્રભાવે, મહાન સૉક્રેટિસના છેલ્લા શબ્દોમાં કહં ુ : ‘ મરણ શું છે તે હં ુ જાણતો નથી — કદાચ તે સારી વસ્તુ હોય; મને તેનો ડર નથી. પણ એટલી વાત તો હં ુ જાણું છુ ં કે માણસે પોતાનાં ભૂતકર્મોનાં ફળોથી ભાગવું એ ખરાબ છે; અને તેથી જ હં ુ જ ે ખરાબ છે તે કરતાં જ ે સારું હોવાનો સંભવ છે તેને વધારે પસંદ કરું છુ .ં ’ અહો, કેટલાં વર્ષો મારાં જ ેલમાં ગયાં છે! એકલા પોતાના વિચારોમાં મગ્ન થઈ બેસી બેસી, કેટલી ઋતુઓને મેં કાળના પ્રવાહમાં લુપ્ત થતી જોઈ છે! ચંદ્રનાં કેટલાં વૃદ્ધિ અને ક્ષય, અને તારાગણોનાં સતત અને ભવ્ય સરઘસ મેં રાત-પર-રાત નિહાળ્યાં છે! મારી જુ વાનીના કેટલાયે દિવસો અહીં દટાયા છે; ક્યારે ક મારા એ મરે લા દિવસોનાં ભૂતો જાણે ઊઠતાં, દુ:ખદ સ્મૃતિઓ ઉપજાવતાં અને મને કહે તાં હં ુ સાંભળું છુ ં કે ‘આમાં કાંઈ માલ હતો કે? ’ આનો ઉત્તર આપતાં મને કશું વિચારવું પડે એમ નથી. જો મારું ગત જીવન ફરી જીવવાની મને તક મળે અને તેમાં મારાં આજ સુધીનાં જ્ઞાન અને અનુભવો કાયમ રહે તો મારા અંગત જીવનમાં હં ુ ઘણા ફે રફારો કરવા પ્રયત્ન કરું એમાં શંકા નથી; મેં પૂર્વે જ ે કર્યું છે તેને હં ુ ઘણી રીતે સુધારવા પ્રયત્ન કરું, પણ સાર્વજનિક વિષયોની મહત્ત્વની બાબતોમાં મારા નિર્ણયો કાયમ જ રહે શે. એને બદલવાનું મારા હાથમાં જ નથી, કારણ કે મારા કરતાં તે વધારે બળવાન હોઈ, મારાથી પર રહે લી એક શક્તિએ મને તે તરફ ધકેલ્યો છે.

277


અહિં સા, ક્રાંતિકારી ચળવળ અને દેશભક્તિ વિશે નેહર‌ુ સંપા. : રામનારાયણ ચોધરી ચોધરી : તમે જાહેર જીવન કયા કામથી શરૂ કર્યું?

નેહરુ : મેં જાહે ર જીવન કયા કામથી ને ક્યારે શરૂ કર્યું એ કહે વું મુશ્કેલ છે. એવું કંઈક તો વિદ્યાર્થી-અવસ્થામાંયે હોય છે, પણ હં ુ વિલાયતથી આવ્યો ત્યારથી સામાન્ય રીતે કૉંગ્રેસનું થોડુઘં ણું કામ કરવાનું શરૂ થઈ જ ગયું. ચોધરી : કઈ સાલમાં?

નેહરુ : સન ’૧૨. ખાસ કરીને તે વખતે આપણી બે ચળવળો થઈ હતી. એક તો દક્ષિણ આફ્રિકાના હિં દીઓની બાબતમાં. અમે ત્યાં મોકલવા મોટે ભાગે પૈસા એકઠા કર્યા હતા અને સભાઓ કરી હતી. તેમાં મેં સારો સરખો ભાગ લીધો હતો. પૈસા એકઠા કરનારી સમિતિનો હં ુ મંત્રી હતો, કંઈ નહીં તો મારા જિલ્લામાં કે શહે રમાં, મને યાદ નથી. અને એક ચળવળ ત્યાં ફીજીમાં થઈ હતી. ચોધરી : જી.

નેહરુ : હિં દીઓની બાબતમાં. ચોધરી : ઇન્ડેન્ચર્ડ મજૂરો)ને માટે.

લેબર(ગિરમીટિયા

નેહરુ : ગિરમીટિયાઓની બાબતમાં, તે જાતની મજૂ રીને નાબૂદ કરવાને માટે. તેમાં સી. એફ. ઍન્ડ્રૂ ઝનો ફાળો હતો. તેમની અપીલથી અમે પૈસા મોકલ્યા 278

હતા. ને પછી ધીરે ધીરે હં ુ કૉંગ્રેસની ચળવળમાં ઘસડાતો ગયો. ચોધરી : કૉંગ્રેસમાં તમે પહેલવહેલા ક્યારે ગયેલા?

નેહરુ : કૉંગ્રેસમાં એક વાર તો બચપણમાં ગયેલો. મારા પિતા મને સાથે લઈ ગયેલા. ઍઝ એ વિઝિટર (પ્રેક્ષક તરીકે) સન ચારમાં. મને ખ્યાલ છે તે મુજબ એ વખતની બેઠક મુંબઈમાં હતી. અને સર હે ન્રી કૉટન પ્રમુખ હતા. અરે , એ તો બચપણની વાત થઈ. પણ પહે લી વાર હં ુ ડેલિગેટ (પ્રતિનિધિ) થયો... ચોધરી : ત્યારે તમારી ઉંમર દસબાર વરસની હતી, નહીં?

નેહરુ : ના, ના. સન ’૪માં તો હં ુ ચૌદ વરસનો હતો. ચોધરી : ચૌદ વરસના?

નેહરુ : પહે લી વાર હં ુ ડેલિગેટ (પ્રતિનિધિ) થયો સન ’૧૨માં અને ત્યારથી હં ુ લગભગ બધી કૉંગ્રેસમાં ગયો છુ .ં સન ’૧૨ પછી ’૧૩ અથવા ’૧૪માં નહોતો ગયો. તે કરાંચીમાં થઈ હતી. અને પછી લડાઈનો જમાનો શરૂ થયો હતો. ૧૯૧૫માં ફરી લખનૌમાં અધિવેશન થયું ત્યારે હં ુ ગયો હતો અને ત્યાર પછી ઘણુંખરું દર વરસે ગયો છુ .ં ચોધરી :

લખનૌની

કૉંગ્રેસ

તો

જેમાં

[ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


હિંદુમુસ્લિમ પૅક્ટ (કરાર) થયા હતા તે જ ને?

નેહરુ : જ ેમાં લોકમાન્ય તિલક આવ્યા હતા. ત્યાર પછી સિવાય કે જ્યારે હં ુ જ ેલમાં હતો, અને એક સિવાય કે જ્યારે હં ુ હિં દ બહાર હતો, હં ુ દરે ક વખતે ગયો છુ .ં હં ુ બેતાળીસ કૉંગ્રેસ સેશન(બેઠક)માં ગયો છુ .ં ચોધરી : એટલે એક આખી જિંદગી!

નેહરુ : એમ જ, અને પછી જ ે કંઈ જાહે ર કાર્ય થયું તે કૉંગ્રેસની અંદર રહીને થયું. ચોધરી : ક્રાંતિકારી ચળવળ સાથે તમારે ક્યારેયે સંબંધ હતો ખરો?

નેહરુ : સંબંધ એટલે કોઈ કોઈ વાર એ લોકોને મળતો તે. બાકી બીજો કશો સંબંધ નહોતો. ચોધરી : તેમની પ્રવૃત્તિઓમાં તમે કશો ભાગ લીધો નહોતો?

નેહરુ : કશો નહીં. એ તરફ બહુ ખેંચાણ થયેલું નહીં. તેમની કંઈક કદર હતી. તેમને કંઈક મદદ કરી હશે. મદદ એવી કે તેમનામાંનો કોઈ ભૂખનો માર્યો આવી ચડ્યો હશે તો તેને કંઈ પૈસાબૈસા આપ્યા હશે. ચોધરી : એ લોકો કોઈ વાર તમારે ત્યાં રહેતા ખરા?

નેહરુ : મારે ત્યાં? મને યાદ નથી આવતું. એકાદ દહાડો કોઈ રોકાઈ ગયું હોય તો; વધારે તો રહ્યા નહોતા. કારણ કે પહે લેથી એટલે કે ગાંધીજી હિં દમાં આવ્યા તે પહે લાંથી મને એમની વાત

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

લગભગ નિરર્થક લાગતી હતી. તેમની બહાદુરીની કદર કરું એ નોખી વાત થઈ. પણ એ રીતે ઝાઝું મેળવી શકાય એમ લાગતું નહોતું. તેમાં ફક્ત એક ખૂબી લાગતી હતી. એક તો હિં મત, બહાદુરી અને બીજુ ં પબ્લિક(જનતા)નું ધ્યાન ખેંચાય કે આપણી હાલત ચલાવી લેવા જ ેવી નથી. એ જ ે હોય તે, ફાયદો થાય કે નુકસાન, જોકે તેના પણ ફાયદા હોય છે કોઈ કોઈ વાર. પણ એ એવી અસલ વાત નહોતી કે જ ેથી કોઈ મોટુ ં પરિવર્તન થઈ જાય, ઇન્કિલાબ (ક્રાંતિ) થઈ જાય. ખેર, પછી ગાંધીજી આવ્યા એટલે ધ્યાન બીજી તરફ ગયું. એ લોકો, પુરાણા ક્રાંતિકારીઓ પણ એ જમાનામાં ઘણા તેમની સાથે સામેલ થયા હતા. અને ધીરે ધીરે પછી... ચોધરી : એથી દેશને લાભ શો થયો?

નેહરુ : સોનાને કાંટ ે તોલીને એનું માપ કાઢવું મુશ્કેલ છે. પણ એ કોઈ પણ પ્રવૃત્તિની શરૂઆતની, બચપણની વાતો જ ેવી ગણાય, પુખ્તપણાની નહીં. આ બધી ઇમ્મૅચ્યૉર મૂવમેન્ટ(પુખ્ત નહીં એવી ચળવળ)ની વાતો છે. પુખ્ત નહીં એવી આવી ચળવળમાં કંઈ કરવાનું બળ નથી હોતું, પણ તે વખતે જ ે ગુસ્સો થઈ આવે છે તેથી કંઈક લાભ થાય છે ખરો. લોકોને થાય છે, નહીં, આ ઠીક છે. એ વગર લોકો દબાયેલા રહે છે. પણ તેમાં લોકોને જગાડવાની તાકાત નથી હોતી; હોય તો થોડી તાકાત હોય છે પરિવર્તન કરવાની. ઇન્કિલાબ (ક્રાંતિ) 279


કરવાની અસલ તાકાત તેમાં નથી હોતી. એટલે કે... ચોધરી : એ તો આજે તમારો ખ્યાલ છે. તે વખતે તમારા પર તેની કેવી અસર થઈ હતી?

નેહરુ : નહીં, નહીં. એવું નથી. તે વખતની તમને વાત શી કરું? તે વખતે શી અસર થઈ હતી તે હં ુ અત્યારે સહે લાઈથી વિચારી શકતો નથી. એટલું સ્પષ્ટ છે કે ઝાઝી અસર નહોતી થઈ. શું થવું જોઈએ જ ેથી આપણે જ ે કંઈ કરીએ તે અસરકારક થાય, એવી વિમાસણ મારા મગજમાં ચાલતી હતી. પણ એ(ચળવળ)થી આપણે ઝાઝા આગળ વધીશું એમ લાગતું નહોતું, એની જોકે કદર હતી. તેથી જ તો મારું મગજ ખાલી હતું. ફાંફાં મારતું હતું. એટલામાં ગાંધીજીનો પ્રોગ્રામ (કાર્યક્રમ) થોડોઘણો આગળ આવ્યો કે તરત મારી બુદ્ધિએ પકડી લીધું કે આ એક અસલ વાત છે, એક શાનદાર વાત છે, પૂરી અસર કરે એવી ચીજ છે અને આપણને ઘણે આગળ લઈ જાય એવી છે. અને... ચોધરી : તમારો મિજાજ જુસ્સાદાર હતો એટલે મને એવી અપેક્ષા રહે છે કે એ વાતોની તમને અપીલ થઈ હોવી જોઈએ.

નેહરુ : એકલો જુ સ્સાદાર મિજાજ પૂરતો નથી. આખરે બુદ્ધિ જ ેવું પણ કંઈક હોય છે ને? મગજનો પણ કાંટો હોય છે. ખાલી જુ સ્સાદાર, સૌથી વધારે જુ સ્સાવાળા, તો તમને પાગલખાનામાં મળે. (હસાહસ) ચોધરી : તમે એ કામમાં અથવા કોઈ

280

ક્રાંતિકારીને મદદ કરેલી ખરી?

નેહરુ : એવી મદદ નહોતી કરી. એમાં મારી ઓળખાણપિછાણવાળા લોકો હતા, અમારી સાથે જ ેલોમાં પણ હતા. કોઈક વાર એમાંનો કોઈ મારી પાસે આવી ચડ્યો હશે. મુશ્કેલીમાં હોય, એટલે તેને પાંચપચાસ રૂપિયા મદદ થાય તે સારુ આપતો. કોઈ મોટી રકમ નહીં, અને તે પણ તે વખત પૂરતી અંગત મદદ. ચોધરી : કદી તેમના કેસ વગેરેમાં ડિફેન્સ (બચાવ) કે એવું કંઈ?

નેહરુ : કેસમાં, હા... ચોધરી : કાકોરીમાં...

નેહરુ : કાકોરીમાં મને રસ હતો, તેની તજવીજ કરી હતી. ચોધરી : અને બનારસનો જે પહેલો કેસ થયો હતો સન ’૧૫માં, જેમાં બોઝ અને સંન્યાલ વગેરે હતા તેમાં કંઈ?

નેહરુ : તેમાં મેં અંગત ભાગ લીધાનું મને યાદ નથી આવતું. કાકોરીમાં ખરું. ચોધરી : કયો ક્રાંતિકારી તમને સૌથી વધારે ગમ્યો?

નેહરુ : કોણ ગમ્યો ને કોણ નહીં એ કહે વું તો મુશ્કેલ છે. પણ એક અર્થમાં મારા પર સૌથી વધારે અસર જતીન દાસની થયેલી. ચોધરી : બરાબર. તેણે ઉપવાસ કરેલા.

નેહરુ : ઉપવાસ કર્યા. તેમાં મરણ પામ્યો. તેને હં ુ મળ્યો હતો એક જ વાર, તેના ઉપવાસના દિવસોમાં જ ેલમાં. એટલે કે હં ુ જ ેલમાં નહોતો; હં ુ તેને મળવા ગયો [ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


હતો, અને મને એ લોકોએ મળવા દીધો હતો. લાહોર જ ેલમાં હતો. કંઈક તેની ઉપવાસની વેદના અને કંઈક એનો ભલોભોળો નિર્દોષ ચહે રો, તેની મારા પર ખૂબ અસર થયેલી. ચોધરી : આમ તો ઉત્તર પ્રદેશમાં પણ ક્રાંતિકારી લોકો હતા ને?

નેહરુ : હતા. કેટલાક અમારા સાથી મિત્રો. કદી ક્યારે ક અમારી સાથે, ક્યારે ક બહાર, બરાબર યાદ નથી આવતું. ચોધરી : સ્વરાજ્ય મેળવવામાં ક્રાંતિકારીઓનું તમે કેટલું કૉન્ટ્રિબ્યુશન (ફાળો) માનો છો?

નેહરુ : મેં હમણાં જ જવાબ આપ્યો ને? આવા લોકોનું કૉન્ટ્રિબ્યુશન (ફાળો) હોય છે એક મુડદાલ ચીજને જગાડવાનું, લોકોના દિલને કંઈક હલાવવાનું. એ હિં સા હમેશાં, હમેશાં તો ન કહે વાય, પણ હરે ક પરિસ્થિતિમાં હિં દુસ્તાનમાં યોગ્ય રીતે કામ કરવાનો કોઈ અસરકારક રસ્તો ન સૂઝે ત્યારે એવા લોકો ફૂટી નીકળે છે જ ેઓ વ્યક્તિગત રીતે કંઈક ને કંઈક કરે છે. પણ આવાં વ્યક્તિગત કામોથી ઝાઝું આગળ જવાતું નથી. એ એક ઇન્ફન્ટાઇલ વાત છે, નાદાન છોકરાં કરે એવી. પણ એક અર્થમાં ઉપયોગી ખરી, કારણ, કોઈ કશું કરે જ નહીં તો મુડદાલ થઈ જવાય છે. દેશમાં બધા જ દબાઈ જાય તો એ એક રીતે જીવન પૂરું થઈ ગયું એવું થાય. તેથી એવી દશામાં એક માણસ પણ પ્રોટેસ્ટ (વિરોધ) કરે તો તેનું મહત્ત્વ

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

હોય છે. જોકે એવું નહીં કે તે... ચોધરી : દૂર સુધી લઈ જવા માટે...

નેહરુ : કે તે મૂળ કામ પાર પાડી આપે. પણ રાષ્ટ્રનું ધ્યાન ખેંચે છે, તેના દિલને જરા હલાવે છે એ તેનું મહત્ત્વ ખરું. અને જ્યાં સુધી તે સાચી દિશામાં ચાલે છે ત્યાં સુધી જ નભે છે. ધારો કે અત્યારે કોઈ બહાર પડીને બૉમ્બ ફેં કે. વાત તો પહે લાં હતી તે જ કે નહીં? પણ સોશિયલ કૉન્ટેક્સ્ટ (સામાજિક સંદર્ભ) બીજો છે ને? એટલે એ વાત નકામી ઠરે છે. એટલે એ શબ્દ પણ તદ્દન ખરો નથી. ક્રાંતિકારી શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ, તે ખરો નથી. ચોધરી : ટેરરિસ્ટ (ત્રાસવાદી) શબ્દ બંધ બેસે ખરો?

નેહરુ : એ ટેરરિસ્ટ શબ્દ પણ બરાબર નથી, ઉચિત નથી. મારી મતલબ એ છે કે એ જ કામ અને એ જ વાતનો અર્થ જુ દા સંદર્ભમાં જુ દો થાય છે. મારી નાખવાની વાત જ લો. આમ તો ચોરડાકુ પણ મારી નાખે છે. પણ સરવાળે પોતાના સ્વાર્થ માટે જ ને? અને એક પેટ્રિઅટ (દેશભક્ત) પણ સામાને મારી નાખે છે. પણ એ બેમાં ફે ર ખરો કે નહીં? બીજુ ,ં દેશભક્તના કામનો પણ તે તે વખતની દેશની હાલત સાથે સંબંધ હોવો જોઈએ. એ છેક અટૂ લું કામ હોય, જ ેનો બીજી કોઈ વાત સાથે કશો સંબંધ ન હોય તો તે કામને રે વૉલ્યૂશનરી (ક્રાંતિકારી) કહે વું તદ્દન ફોકટ છે. રે વૉલ્યૂશનરી કામ 281


તે કહે વાય જ ે રે વૉલ્યૂશનને આગળ લે. ખાલી વાયોલન્સ (હિં સા) રે વૉલ્યૂશનરી (ક્રાંતિકારી) નથી હોતું. વાયોલન્સ તો ચોરડાકુ પણ કરે છે, એ તો જાણીતી વાત છે. દેશભક્ત પણ મૂર્ખાઈભર્યું વાયોલન્સ કરે તો તે રે વૉલ્યૂશનરી વાયોલન્સ નથી; બલકે તે કાઉન્ટર રે વૉલ્યૂશનરી (ક્રાંતિ વિરોધી) નીવડે છે. જ ે વાત એક પ્રવૃત્તિને, એક મૂવમેન્ટને, એક આંદોલનને કોઈ પણ રૂપમાં, વાયોલન્સ (હિં સા) કે નૉનવાયોલન્સ(અહિં સા)ના રૂપમાં, આગળ લે તેને ક્રાંતિકારી કહે વાય. કોઈ ચળવળ વાયોલન્ટ (હિં સક) હોય તેટલા જ કારણે આગળ વધતી નથી. એટલે કે એનું એ જ બૉમ્બ ફેં કવાનું કામ લોકોને આગળ લઈ જવાને બદલે ડરાવી દે અને કેટલાક વખત સુધી તેમને આગળ વધતા અટકાવી દે એમ પણ બને. લોકો એ તરફ જાય છે કારણ કે સોશિયલ કન્ડિશન્સ (સામાજિક પરિસ્થિતિ), અથવા પોલિટિકલ કન્ડિશન્સ (રાજકીય પરિસ્થિતિ) કે ઇકૉનૉમિક કન્ડિશન્સ (આર્થિક પરિસ્થિતિ) એવી હોય છે જ ે એમને એ તરફ ધકેલે છે. હવે કોઈ પણ ચળવળનું કામ તેમને ઑર્ગેનાઇઝ (સંગઠિત) કરવાનું અને તેમની પ્રવૃત્તિને વેગ આપવાનું હોય છે. ઍક્ટ ઑફ ટેરરિઝમ, ઍક્ટ ઑફ વાયોલન્સ (ત્રાસવાદી કે હિં સક કામ) કોઈ વાર લાભ કરે છે તો કોઈ વાર નુકસાન પણ કરે છે. એનો આધાર આપણે કેટલે સુધી પહોંચ્યા છીએ તેના પર છે. મેં 282

કહ્યું તેમ ૧૯૦૫-૦૬માં આ વાતથી લાભ થયો એમ કહી શકાય. તેણે એક મુડદાલ પ્રજાને જગાડી, હિં મતના, બહાદુરીના નમૂના પૂરા પાડ્યા. એ જ વાત જ્યારે ગાંધીજીના જમાનામાં એક ચળવળ ચાલતી હતી ત્યારે સોળેસોળ આના ક્રાંતિ વિરોધી બની, તેથી નુકસાન થયું. તે વખતે પ્રજાને જગાડવાનો તો કોઈ સવાલ નહોતો. પછી એ લોકોને રોકવા લાગી. કારણ, કંઈ નહીં તો, તે ચળવળનો પાયો અહિં સાનો હતો, શાંતિનો હતો, નૉન-વાયોલન્સનો હતો. તેનો અમલ સોએ સો ટકા ન થાય એ જુ દી વાત. હવે તેમાં આ જાતની બાધા આવે તો તે તેની મૂળ વાતમાં ગોટાળો પેદા કરતી હતી. અને તે અંગ્રેજ સરકારના દમન કરતાં પણ વધારે નુકસાન પહોંચાડતી હતી. એટલે કે જો ગાંધીજીની ચળવળ ક્રાંતિકારી હતી, તો તે વખતે આ ક્રાંતિ વિરોધી બની ગઈ હતી; વાત તો જોકે તેની તે જ હતી. ચોધરી : ઉદ્દેશ એ જ હતો.

નેહરુ : ઉદ્દેશ એ જ હતો. કરનારા લોકો એના એ જ હતા. વાત પણ તે જ હતી, પણ હવા જુ દી હતી, પ્રસંગ પણ જુ દો હતો. એટલે ક્રાંતિ વિરોધી ઠરી. ચોધરી : તમે કહી ગયા કે એ વ્યક્તિઓની બાબત હતી. પણ તે વ્યક્તિઓનું કામ નહોતું. તેમની પાર્ટીઓ હતી, તે સંગઠિત હતી.

નેહરુ : અરે શાની પાર્ટી ને શાની વાત? [ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


નાની નાની ટોળકીઓ હતી. ૧૦૦૫૦ની કે ૧૦-૧૦ની. બીજી એક પાયાની વાત હતી. હિં દુસ્તાનની સામે જ ે સૌથી મોટો સવાલ હતો તે સાઇકૉલૉજિકલ (મનની સ્થિતિનો) હતો. તે એ કે હિં દુસ્તાનનું માનસ બદલવું; લોકોના મનમાંથી ડર હાંકી કાઢવો. ગાંધીજીએ આ મૂળ વાત પકડી. ડર કાઢવાની વાત હતી. વાત રાષ્ટ્રને આગળ લઈ જવાની હતી. જ ે માણસ જાનનું જોખમ ખેડીને કામ કરે છે તેનો પોતાનો તો કહો કે ડર નીકળી ગયો, પણ તેના કામથી દસ હજાર માણસો ડરી જતા હતા. ગભરાઈ જતા હતા. પેલાને ટાળીને ચાલતા હતા. મનમાં તેની કદર કરે પણ તેનાથી રહે આઘા. એટલે કે સામાન્ય વાતાવરણ ડરનું રહે તું, કારણ કે દમન થતું હતું. હવે જુ ઓ, ગાંધીજી આવ્યા ત્યારની વાત. આપણા મોટામાં મોટા માણસ પર સિડિશન(રાજદ્રોહ)નો આરોપ મૂકવામાં આવતો ત્યારે બધા અદાલતમાં બચાવ કરતા કે અમે રાજદ્રોહ નથી કરતા. મોટામાં મોટો માણસ પણ એમ કરતો હતો. પછી એટલો બધો ફે ર પડી ગયો કે એક મામૂલી કિસાન, એક મામૂલી કાર્યકર્તા સુધ્ધાં અદાલતમાં જઈને કહે તો થયો કે, હા સાહે બ, એ કરવાનો તો મારો ધંધો છે. તમે જુ ઓ છો ને કે દુનિયા જાણે બદલાઈ ગઈ! અને પ્રજાનું માનસ પલટાય તેના કરતાં વધારે ક્રાંતિકારી વાત બીજી કેવીક જોઈએ? તે ગાંધીજીએ પલટ્યું. ક્રાંતિકારીઓ હતા, પણ

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

ગાંધીજીએ એક ઍટમોસ્ફિયર ક્રિએટ (વાતાવરણ પેદા) કર્યું કેમ કે તેમણે જોયું કે ક્રાંતિકારી કામમાં વ્યક્તિ હિં મત બતાવે છે, પણ બાકી સૌ ડરીને ભાગે છે. ચોધરી : પણ વ્યક્તિઓને પ્રેરણા મળતી હતી. હું મારી વાત કરું. મને બહાદુરીની પ્રેરણા મળી હતી.

નેહરુ : અરે ભાઈ, વ્યક્તિ એક હોય કે હજાર હોય, વ્યક્તિઓ છે, અને... ચોધરી : ખરું.

નેહરુ : અને તેમની કદર બીજા લોકો કરે . તેણે બહાદુરી બતાવી એ પણ સારું. પણ તેની બીજી એક બાજુ આ પણ છે ને કે આપણી કૉંગ્રેસમાં કહે વામાં આવે છે તેમ, બચો, બચવાનો પ્રયત્ન કરો, જોજો પકડાઈ જતા? ગાંધીજી આની સખત વિરુદ્ધ હતા. કારણ, તેમણે આમાં એક પાયાની સાઇકૉલૉજી (વૃત્તિ) પકડી હતી. બચવાની, પોતાની જાતને બચાવવાની. વાત ડરપોકપણાની છે. તેથી એવી હવા ફે લાય છે જ ે કદી ન હોવી જોઈએ. બીજી એક વાત હતી કે જ ે સિક્રેટ (ગુપ્ત) કામ થાય છે તેમાં હિં સા ઉપરાંત જાતને બચાવી લેવાનું ઇચ્છાઅનિચ્છાએ આવી જાય છે. તમે સિક્રેટ (ગુપ્ત રીતે કામ) કરો એટલે કે તમારી વાત છુ પાવો છો. ચોધરી : એનો અર્થ થયો બચી જવાનો.

નેહરુ : તેનો અર્થ જ બચી જવાનો છે. ગાંધીજી તેની વિરુદ્ધ હતા. મારી સમજ પ્રમાણે તેમણે જબરજસ્ત 283


સાઇકૉલૉજિકલ (મનની વૃત્તિની) વસ્તુ પકડી હતી. ખુલ્લંખુલ્લા કામ કરવા માંડો કે ડર જતો રહ્યો જાણવો. ડર શાનો? જ ે કંઈ સામે આવે તેની સામે થઈ ગયા એટલે વાત પૂરી થઈ. ચોધરી : તેમના વાયોલન્સને તમે ડિફેન્સિવ (બચાવની) હિંસા માનો છો કે ઑફેન્સિવ (હુમલાની)?

નેહરુ : ઑફે ન્સિવ (હુમલાની) ને ડિફે ન્સિવ (બચાવની) વાયોલન્સ એવી વાતનો ઝાઝો અર્થ નથી. આપણે ત્યાં જ ેમને ક્રાંતિકારીઓ માનવામાં આવે છે તેમની હિં સા ભલે નાના પાયા પર પણ હુમલાની હતી; સિવાય કે તેઓ કોઈ વાર ઘેરાઈ જાય ને પોતાનો બચાવ કરે તો જુ દી વાત. જ ેમ કે ચંદ્રશેખર આઝાદ ઘેરાઈ ગયો ને તેણે પકડાયો નહીં ત્યાં સુધી બંદૂક ચલાવી; તેનો પગ ભાગ્યો, મરાયો. એ જુ દી વાત છે. એ તો એનું એક પરિણામ આવ્યું. બાકીની હિં સા તો ઑફે ન્સિવ (હુમલાની) જ હતી. એમ કહો કે જ ે દેશો ગુલામ છે તેમની હિં સા ડિફે ન્સિવ (બચાવની) હોય છે. ત્યારે એ જોવાની એક રીત થઈ. એ હિં સા કેટલી જસ્ટિફાઇડ (વાજબી) છે, ઉચિત છે કે નહીં, એ એક એથિકલ (નીતિનો) સવાલ ઠરે છે અને સામાન્ય રીતે એનો જવાબ એવો હોય છે કે બીજો કોઈ ઉપાય ન હોય તો તે જસ્ટિફાઇડ (વાજબી) છે. પણ પછી બીજો જવાબ એ છે કે, જસ્ટિફિકેશન(વાજબીપણા)ની વાત બાજુ એ રાખીએ તોપણ, તે એક 284

ઇફે ક્ટિવ મેથડ (કામ આપે એવી રીત) પણ નથી રહી. આજકાલ માસ મૂવમેન્ટ(આમજનતાની લડત)ને અવકાશ છે. છૂપું કંઈ અસલમાં આમજનતાથી બની ન શકે. એવાં કામોની જનતા પર ભલે થોડી અસર થાય, પણ હાલના જમાનામાં તો તે જનતાની લડત બની શકે જ નહીં. બીજુ ,ં હિં સાની શક્તિ સ્ટેટ(રાજ્ય)ના હાથમાં એટલી બધી છે કે કોઈ છૂટાછવાયા સમુદાયો તેનો મુકાબલો કરી ન શકે. આવું છેલ્લાં દોઢસો વરસમાં બન્યું. ફ્રેન્ચ ક્રાંતિ વખતે તો લોકો ને સ્ટેટ (રાજ્ય) વચ્ચે આ બાબતમાં બહુ ફે ર નહોતો. ચોધરી : એમ!

નેહરુ : રાજ્યસંસ્થા એટલી સંગઠિત નહોતી. હથિયારોમાં બહુ ફરક નહોતો. એક જ ેવીતેવી બંદૂક હતી. એના પહે લાંના જમાનામાં જુ ઓ તો એથીયે ઓછો ફરક હતો. કેવળ હુલ્લડબાજી હતી. કોઈની પાસે તીરકામઠુ ં છે, તો કોઈની પાસે લાઠી છે; જ ે હાથ આવ્યું તે લઈને ચાલ્યું ટોળું લશ્કર બનીને. લોકોને આમતેમ ગોઠવી દીધા. થોડીક વધારે વ્યવસ્થા ગોઠવી. ફ્રેન્ચ રે વૉલ્યૂશન વખતે એવું જ હતું. બ્લન્ડર બસિઝ (જૂ ની બંદૂકો) હતી. પણ ધીરે ધીરે એવો ફે ર પડતો ગયો કે કોઈ સરખામણી રહી નથી. વાયોલન્સ(હિં સા)માં સંગઠિત લશ્કરને કોઈ હરાવી ન શકે એવું થયું છે. સિવાય કે લશ્કર પોતે બળવો કરે . પણ એ જુ દી વાત થઈ. [ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


એકાએક ચડી આવેલા ગુસ્સાનો હતો. તેને લીધે ગાંધીજીએ બધું અટકાવી દીધું. એમ માનો કે કોઈ દેશને આઝાદી માટે હથિયારબંધ, શસ્ત્રાસ્ત્રથી લડાઈ કરવી છે તો તે વિચારવા જ ેવી વાત થઈ. તો પછી શું થઈ શકે એમ છે, કઈ રીતે થશે, પોતાની તાકાત કેટલી છે તેનો તોલ કરી લેવો જોઈએ. આવું બીજા દેશોમાં થયું છે, નથી થયું એમ નથી. પણ આ ઇન્ડિવિડ્યુઅલ વાયોલન્સ (વ્યક્તિગત હિં સા) નથી હથિયારબંધ લડાઈ કે નથી બીજુ ં કંઈ. માત્ર એકલદોકલને મારી નાખવાની વાત છે; જ ેથી સામાવાળા ડરી જાય. હવે કોઈ એકલદોકલને મારી નાખવાથી કોઈ મોટા દેશને બીક પેસી જાય એ ખોટો ખ્યાલ છે. મરનારની જગ્યા લેનારા હજારો છે. હા, એટલું ખરું કે તેમના દિલમાં ધાક પેસી જાય. બીજી બાજુ લોકો પણ જરા જાગે; એટલો લાભ થાય છે. વ્યક્તિગત હિં સા પણ કવખતે કરવામાં આવે તો તેથી નુકસાન થઈ બેસે છે.

ચોધરી : લશ્કર પોતે...

નેહરુ : આમ હિં સાની વાત રહી નહીં. તેથી હિં સા રાજ્ય સામે લડવાની પદ્ધતિ ન રહી; સિવાય કે મુડદાલ પ્રજાને જગાડવા માટે કરવામાં આવે. અને મુડદાલ પ્રજાને જગાડવા માટે પણ જ ે માર્ગ ગાંધીજીએ બતાવ્યા તે બહુ સફળ થયા. તેમાં મૂળ વાત હતી કશું છૂપું ન કરવાની. છડેચોક મેદાનમાં આવીને કરો જ ે કરવું હોય તે. એથી હિં મત વધે છે. આખરે થશે શું? બહુ તો જ ેલ જશો, લાઠી ખાશો, મરી જશો. બીજુ ં તો કાંઈ નહીં થાય. મનમાં ગાંઠ વાળી કે ત્રણચાર વાતો થઈ શકે તેમ છે. બસ પૂરું થયું. નહીં તો ડરના માર્યા મરવાનું, ભાગ્યા ભાગ્યા ફરવાનું, કે બીજુ ં કાંઈ? ચોધરી : એ હિંસાએ દેશને કે સમાજને કંઈ નુકસાન કર્યું ખરું?

નેહરુ : મેં તેનો જવાબ આપી દીધો ને? નુકસાન તો ગાંધીજીની ચળવળ વખતે જ ે થયું તે થયું. જ ેમ કે ચૌરીચૌરાના મામલામાં. તે મામલો પેલાના જ ેવી હિં સાનો જોકે નહોતો,

અનુ : કરીમભાઈ વોરા [પંડિતજી — પોતાને વિશેમાંથી]

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા ઑક્ટોબર, ૨૦૨૦ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી મહે ન્દ્રસિંહ ઝા. ગોહિલ, ઍસ્ટેટ વિભાગ, શ્રી મહે શભાઈ રા. વાળંદ, ફોટોકંપોઝ વિભાગ,

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

• જ. તા. ૦૮ – ૧૦ – ૧૯૬૦ • ૧૦ – ૧૦ – ’૫૮

285


અમે હરીફ છીએ? મો. ક. ગાંધી

કોઈએ મને અમેરિકન છાપાની બે કાપલીઓ પત્રલેખકોના જવાબમાં અમારા મતભેદ

મોકલી છે. તેમાં પંડિત જવાહરલાલ નેહરુ અને મારા સબંધ વિશે સાવ જુ ઠ્ઠી ખબર આપેલી છે. અમુક વચનો મેં કહે લાં છે એમ જણાવીને તેને અવતરણ- ચિહ્નોમાં મૂકેલાં છે. મારા મોંમાં આ શબ્દો મૂકેલા છે : “મારી આખી જિંદગીનું કામ ધૂળધાણી થઈ ગયેલું છે.” “નેહરુએ આંકેલી રાજદ્વારી નીતિથી મારા કામને જ ેટલો ધક્કો પહોંચ્યો છે તેટલો અંગ્રેજ સરકારની દૃઢતા કે દમનનીતિથી પણ પહોંચ્યો નથી.” મને મોકલાયેલા આ બે લેખોમાં જ ે વચનો મેં કહે લાં કરીને મૂક્યાં છે એ જાતનું કાંઈ પણ મેં કદી કહ્યું નથી, તેમ આ વચનોમાંનું એક પણ વચન ઉચ્ચાર્યું નથી. એથી વધારે તો એ કે એ વાક્યોમાં જ ે અભિપ્રાયો આપેલા છે તે મારા મનમાં કદી આવ્યા પણ નથી. મારી જાણ પ્રમાણે તો જવાહરલાલ એવા નિર્ણય ઉપર આવેલા છે કે હિન્દુસ્તાનની આઝાદી હિં સક સાધનો દ્વારા નહીં મેળવી શકાય પણ અહિં સક સાધનો દ્વારા જ મેળવી શકાશે. અને તેમણે લખનૌમાં "સ્વાતંત્ર્યની લડતમાં હિં સાનો ઉપયોગ કરવાની છડેચોક હિમાયત” કરી નથી એ જગજાહે ર વાત છે. અમારી બેની વચ્ચે મતભેદ છે એમાં શંકા નથી. કેટલાંક વર્ષ પર અમે જ ે કાગળો એકબીજાને લખેલા એમાં એ મતભેદ સ્પષ્ટપણે બતાવેલા છે; અને અનેક 286

અત્યારે કેટલા છે તે થોડા દિવસમાં બતાવવાની હં ુ ઉમેદ રાખું છુ ,ં પણ એના લીધે અમારા અંગત સંબંધો પર કોઈ જાતની માઠી અસર થતી નથી. અમે મહાસભાના ધ્યેય વિશે જ ેટલા મક્કમ હમેશાં હતા તેટલા જ અત્યારે પણ છીએ. મારી જિંદગીનું કામ જવાહરલાલના કાર્યક્રમથી ધૂળમાં મળી ગયું નથી, મળી શકે નહીં. મેં તો એમ કદી પણ માન્યું નથી કે, “અંગ્રેજ સરકારની દૃઢતા કે દમનનીતિથી મારા કામને ધક્કો પહોંચ્યો છે.” મારી કંઈ ફિલસૂફી છે એમ કહી શકાય તો એ ફિલસૂફી પ્રમાણે કોઈનું કામ કોઈ પણ બહારના મનુષ્ય કે સમૂહના હાથે બગડતું જ નથી. જ્યારે કામ જ બૂરું હોય, અથવા તો કામ સારું, પણ તેના હિમાયતીઓ જૂ ઠા, હૃદય દુર્બળ કે મેલાં હોય ત્યારે જ એ કામ બગડે છે. ને બગડે એ યોગ્ય છે. ઉપર જણાવેલા લેખમાં ‘ગાંધીની છૂપી યોજના’ની વાત કરે લી છે. હં ુ ગાંધીને જરાયે જાણતો હોઉં તો દૃઢતાપૂર્વક કહી શકું છુ ં કે એણે એના જીવનમાં કોઈ પણ વખતે છૂપી યોજના સેવી નથી. અને हरिजनના વાચકો જાણે છે તે સિવાયની કોઈ પણ યોજના હં ુ પ્રગટ કરી શકું એમ નથી. એનું કારણ એ છે કે મારી પાસે એવી કોઈ યોજના છે જ નહીં. વળી આ બે લેખમાંના એકમાં જવાહરલાલ અને હં ુ હરીફ છીએ એમ જણાવેલું છે. હં ુ જવાહરલાલનો હરીફ [ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


હોઉં કે તે મારા હરીફ હોય એવો વિચાર જ મને આવી શકે એમ નથી અથવા તો અમે એકબીજાના હરીફ હોઈએ તો અમારી હરીફાઈ એક જ ધ્યેયની પ્રાપ્તિના પ્રયત્નમાં, એકબીજાને પ્રેમથી નવડાવવાની બાબતમાં છે. એ ધ્યેય માટેના સંયુક્ત કાર્યમાં અમે

કોઈ કોઈ વાર જુ દે જુ દે રસ્તે જતા લાગીએ તોયે અમે ક્ષણવાર જ, અને ફરી પાછા વધારે આકર્ષણ અને પ્રેમથી મળવા માટે જ વિખૂટા પડ્યા હતા એમ જગત જોશે એવી મને આશા છે. [हरिजनबंधु ૨૬-૦૭-૧૯૩૬]

ગાંધીજી અને જવાહરલાલ મહાદેવ દેસાઈ

મિસ લેક્લર નામની એક અમેરિકન બાઈ અઠવાડિયે બેક વાર એમના કાગળો મારા

ગાંધીજીને ૧૯૩૬માં મળવા આવી હતી ત્યારે તેમણે વાતચીતમાં જવાહરલાલજી સાથેના ગાંધીજીના મતભેદનો પ્રશ્ન ઉપાડ્યો હતો. તેમણે પૂછ્યું કે ગાંધીજીએ રૂસણું લીધું છે એ છાપ અમેરિકામાં ફે લાઈ છે એ મારે સુધારવી છે. તેથી તેમણે પ્રશ્ન કર્યો કે આપની અને નેહરુની વચ્ચે વિરોધ છે એમ મનાય છે એમાં સત્ય શું છે ? ગાંધીજી : તમારે મારો રદિયો જોવો જોઈએ. મિસ લેક્લર : એ મેં જોયો છે. ગાંધીજી : એ વાત હડહડતું જૂ ઠાણું છે. મિસલ લેક્લર : આપના મનમાં નેહરુ વિશે કેવી લાગણી છે? ગાંધીજી : નેહરુ વિશે મારા મનમાં પ્રેમ અને પ્રશંસા સિવાય બીજી કશી લાગણી નથી. અમારાં મન ઊંચાં થયાં નથી.

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

પર આવે છે. કેટલીક વસ્તુઓ વિશે જ ેવી રીતે એ બોલે છે તેવી રીતે હં ુ નથી બોલતો. અમારી વચ્ચે દૃષ્ટિભેદ દેખીતો છે. પણ એ છતાં અમારા એકબીજા વિશેના પ્રેમમાં જરાયે ઊણપ નથી આવી. અને અમારા મતભેદ છે એ કાંઈ નવા નથી. એમને વખતોવખત જ ે લાગ્યું છે તે તેઓ મને જણાવ્યા વિના રહ્યા નથી. લખનૌમાં એમણે જ ે કહ્યું તે પણ અગાઉ જુ દી જુ દી જગાએ જુ દે જુ દે પ્રસંગે એમણે જ ે વિચારો પ્રગટ કરે લા એનો સાર હતો. મિસ લેક્લર : પણ આપ સત્યને પૂરેપૂરું એમની રીતે નથી જોતા? ગાંધીજી : ના, પણ એમના કેટલાક વિચારો પ્રત્યે મારો સમભાવ નથી એમ કહે વું એ એક વસ્તુ છે અને એમણે મારું જીવનકાર્ય ધોઈ નાખ્યું છે એમ કહે વું એ 287


તદ્દન જુ દી જ વસ્તુ છે. એ જૂ ઠાણું છે. એને માટે બીજુ ં નામ જ નથી. જવાહરલાલની નીતિથી મારું કામ જરાયે ધોવાઈ ગયું છે એવો સંદેશો સરખો મારા મનમાં કદી આવ્યો નથી. મિસ લેક્લર : આપે જ ે સત્ય પ્રતિપાદિત કર્યું છે તે અવિચળ છે એટલા માટે? ગાંધીજી : એમ કહે વું સાચું છે પણ એમાં નવું કશું નથી. એ ઊંચી ફિલસૂફીની દૃષ્ટિએ હં ુ નથી બોલતો. હં ુ તો જગતના વ્યવહારની ભાષામાં બોલું છુ .ં હં ુ એમ કહે વા માગું છુ ં કે મારા કાર્યક્રમને કે મારા કામને ધોઈ નાખે એવાં કાંઈ પણ પગલાં જવાહરલાલે લીધાં નથી. “તમે આટલાં વર્ષ ભૂલો જ કરી છે. તમારે તમારાં બધાં પગલાં રદ કરવાં જોઈએ. તમે દેશને એક સૈકો પાછળ લઈ ગયા છો.” એમ એમણે કહ્યું હોત (જ ેમ કેટલાકે કહ્યું જ છે) તો, એ જવાહરલાલ છે એટલા માટે, મને અસ્વસ્થતા થાત, પણ એમણે એવું તો કશું કહ્યું નથી. વળી એમના કાર્યક્રમ પ્રત્યે મારો સમભાવ નથી એમ કહે વું પણ સર્વાંશે સાચું નથી. અત્યારે એ એવું શું કરે છે કે જ ેની સાથે મને સમભાવ ન હોઈ શકે? વૈજ્ઞાનિક (અથવા પૂર્ણ) સમાજવાદની એમની વ્યાખ્યા મને કર્કશ નથી લાગતી. એ આખા હિં દુસ્તાન પાસે જ ે જીવન ઘડાવવા માગે છે તે હં ુ ૧૯૦૬ની સાલથી ગાળતો આવ્યો છુ .ં એ રશિયાના સામ્યવાદના પક્ષપાતી છે એમ કહે વું એ પણ સત્યનો વિપર્યાસ છે. એ કહે છે કે સામ્યવાદ રશિયા માટે સારો છે. પણ

288

રશિયાની બાબતમાં પણ એમણે એને સોએ સો ટકાનું પ્રમાણપત્ર નથી આપ્યું. હિં દુસ્તાન વિશે તો એમણે સાફ સાફ કહ્યું છે કે હિં દુસ્તાનમાં તો હિં દુસ્તાનના સંજોગો ને જરૂરિયાતો જોઈને તે ઢબે જ કામ લેવું પડશે. વર્ગવિગ્રહ થવો જ જોઈએ તેમ એ નથી કહે તા, જોકે વર્ગવિગ્રહ કદાચ ટાળી ન શકાય એમ એ માને છે. અને હજુ થોડા જ દિવસ પર એમણે ભાર દઈને કહ્યું છે કે કોઈની પણ મિલકત વળતર આપ્યા વિના જપ્ત ન થવી જોઈએ. આ બધાંમાં એવું કશું નથી કે જ ેનો હુ વિરોધ કરતો હોઉં. છતાં કાર્યપદ્ધતિના ભેદ અવશ્ય છે. પણ એને લીધે અમે વિરોધી કે હરીફ બન્યા છીએ એમ કહે વું એ સત્યનો વિપર્યાસ છે. મિસ લેક્લર : આપને એમના વિશે હે ત છે ખરું? ગાંધીજી : હા, જ ેવું તમારે વિશે છે. પણ એમ કહે વાનો ઝાઝો અર્થ નથી. મિસ લેક્લર : આપ એમને હિન્દુસ્તાન માટે મંજૂર રાખો છો? ગાંધીજી : હા. મિસ લેક્લરને ક્યાંથી ખબર હોય કે ગાંધીજીએ થોડા જ દિવસ પર આ ચર્ચાનો સાર એક અર્થગર્ભ વાક્યમાં આપી દીધો હતો. “અમે એકબીજાથી જિતાવા મથીએ છીએ, એમ કહે વું એ અમે એકબીજાને જીતવા મથીએ છીએ એમ કહે વા કરતાં વધારે સાચું છે.” [हरिजनबंधु ૦૯-૦૮-૧૯૩૬]

[ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


નેહર‌ુ – સરદારનો પત્રવ્યવહાર સંપા. : વી. શંકર સરદાર પટેલ પર જવાહરલાલ નેહરુનો પત્ર

૧૧ જાન્યુઆરી, ૧૯૪૮ થોડા દિવસ પહે લાં એક નોંધ [બિડાણ જુ ઓ] સાથેનો મારો પત્ર તમને મળ્યો હશે. મેં સૂચવ્યું હતું કે આપણે આ વિશે વધુ વાત કરવા ગાંધીજીને ત્યાં મળીએ. તમને અનુકૂળ હોય એવો કોઈ સમય તમે સૂચવો તો હં ુ બાપુ સાથે નક્કી કરી લઈશ. હં ુ એમ સમજુ ં છુ ં કે તમે થોડા દિવસ માટે મુંબઈ અને અમદાવાદ જવાના છો. મને લાગે છે કે તમે જાઓ તે પહે લાં મળવાનું બને તો તે વધારે ઇચ્છવા યોગ્ય છે.

[બિડાણ] ગાંધીજી પર મોકલાયેલી જવાહરલાલ નેહરુની નોંધ ૬ જાન્યુઆરી, ૧૯૪૮ 1. સરદાર પટેલની અને મારી વચ્ચે તાજ ેતરમાં થયેલા પત્રવ્યવહારે મહત્ત્વનાં પરિણામ નિપજાવે તેવા અગત્યના મુદ્દા ઊભા કર્યા છે અને છતાં એ પત્રવ્યવહારનું મૂળ એકંદરે નાની બાબતમાં રહે લું હતું. ૨. એ વાત સાચી છે કે સરદારની અને મારી વચ્ચે માત્ર સ્વભાવગત તફાવતો જ નથી પણ આર્થિક અને કોમી બાબતો પ્રત્યેના અભિગમમાં પણ તફાવત છે. અમે કાઁગ્રેસમાં સાથે કામ કરતા ત્યારથી કેટલાં બધાં વર્ષ થયાં આ તફાવતો ચાલુ જ રહ્યા છે. પણ આ તફાવતો હોવા છતાં, પરસ્પર માન અને પ્રેમ ઉપરાંત દેખીતી રીતે જ ઘણુંબધું બંને વચ્ચે સમાન હતું અને વિશાળ દૃષ્ટિએ કહીએ તો સ્વતંત્રતાનો એક જ રાજકીય હે તુ હતો, આને લીધે આ બધાં વર્ષ દરમિયાન અમે સાથે કામ કર્યું અને એકબીજાને અનુકૂળ થવા અમારાથી બનતું બધું જ કર્યું. જો કાઁગ્રેસ એક નિર્ણય ઉપર આવી તો અમે તે નિર્ણય સ્વીકારી લીધો. પછી એના અમલમાં તફાવત હોય એમ બને ખરું. ૩. અમારો રાજકીય હે તુ વત્તેઓછે અંશે સિદ્ધ થયો હોવાથી અમે જ ે પ્રશ્નોમાં અમુક અંશે મતભેદ ધરાવતા હતા તે હવે વધુ ને વધુ આગળ આવ્યા છે. એ સાથે દેશ સામે એવી કટોકટીઓ ખડી છે જ ે અમારા સૌને માટે મતભેદ પર ભાર મૂકવાનું નહીં પણ સંમતિના મુદ્દા પર ભાર મૂકવાનું અને આ કટોકટીની સામે સહકાર કરવાનું આવશ્યક બનાવે છે. આર્થિક અને કોમી બાબતને લાગેવળગે છે ત્યાં સુધી અમે કૉંગ્રેસના નીતિનિર્ણયોથી બંધાયેલા છીએ અને અમારે બંનેએ તેમ જ બીજા કૉંગેસીઓએ એ નીતિનિયમો પ્રમાણે જ કામ કરવું

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

289


જોઈએ. કોમી પ્રશ્ન ઉપર કૉંગ્રેસનું દૃષ્ટિબિંદુ તાજ ેતરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આર્થિક પ્રશ્ન વિશે નીતિની મુખ્ય રે ખાઓ સ્પષ્ટ કરવામાં આવી છે અને થોડા જ સમયમાં વધુ વિગતો નક્કી થશે એમાં શંકા નથી. પ્રધાનમંડળે થોડા જ સમયમાં આની વિચારણા કરવી પડશે. આર્થિક નીતિ નક્કી કરવામાં આપણે ઘણી ઢીલ કરી જ નાખી છે અને એનાં લીધે એનાં જુ દાં જુ દાં અર્થઘટનો અને એને વિશે જુ દાં જુ દાં વિધાન પ્રધાનોએ કર્યાં છે. ૪. આથી આપણે, આ ક્ષણ પૂરતો, આ અગત્યની બાબતનો વિચાર બાજુ એ રાખીએ અને તાત્કાલિક મુદ્દા પર આવીએ. આ પ્રશ્ન તાત્ત્વિક રીતે વડા પ્રધાનની ફરજોને લગતો છે. એ અંગત પ્રશ્ન કરતાં કંઈક વિશેષ છે અને તેથી ગમે તે વડા પ્રધાન હોય તેમ છતાં એને સિદ્ધાંતનો પ્રશ્ન ગણવો જોઈએ. ૫. હં ુ સમજુ ં છે એ પ્રમાણે વડા પ્રધાનની ભૂમિકા અગત્યની છે અને હોવી જોઈએ, એ શોભાનું પૂતળું નથી એટલું જ નહીં, પણ એ એક એવી વ્યક્તિ છે જ ે રાજ્યનીતિની સામાન્ય દિશા માટે અને સરકારનાં વિવિધ ખાતાંઓના સંકલન માટે બીજા કોઈનાયે કરતાં વધારે જવાબદાર હોવી જોઈએ. અંતિમ સત્તાસ્થાન તો અલબત્ત કૅ બિનેટ જ છે. પણ આપણે લોકશાહીનું જ ે જાતનું માળખું સ્વીકાર્યું છે તેમાં વડા પ્રધાન આગળ પડતો ભાગ ભજવે એવી અપેક્ષા રખાય છે. હં ુ માનું છુ ં કે આ અગત્યનું છે (અંગત પાસાંને સાવ દૂર રાખતાં) કારણ કે નહીં તો પ્રધાનમંડળમાં અને સરકારમાં એકતા નહીં રહે અને વિધ્વંસક વલણો કામે લાગી જશે. ૬. મારી વાત કરું તો, મારે અત્યારે સરકારમાં બે કામગીરી બજાવવાની છે. વિદેશી બાબતોના પ્રધાન તરીકે હં ુ બીજા કોઈ પણ પ્રધાનની જ ેમ કામ કરું છુ ં અને મારું મંત્રાલય બીજા કોઈ પણ મંત્રાલય જ ેવું જ છે, પણ વડા પ્રધાન તરીકે મારે ખાસ કામગીરી બજાવવાની હોય છે જ ે બધાં મંત્રાલયો અને ખાતાંઓને આવરી લે છે અને ખરે ખર તો સરકારી સત્તાના એકેએક પાસાને આવરી લે છે. આ કામગીરીની વ્યાખ્યા સહે લાઈથી થઈ શકે તેમ નથી અને એ ફરજની યોગ્ય બજવણી તમામ લાગતાવળગતા માણસોમાં પ્રાણ પૂરતી સહકારની ભાવના ઉપર ઘણોબધો આધાર રાખે છે. અનિવાર્યપણે, વડા પ્રધાનની આ કામગીરી બજાવવામાં મારે દરે ક મંત્રાલય સાથે કામ પાડવાનું હોય છે અને તે એક ચોક્કસ મંત્રાલયના વડા તરીકે નહીં પણ એક સંયોજક તરીકે અને એક પ્રકારના નિરીક્ષક તરીકે. સ્વાભાવિક રીતે, આ કામ કુ નેહ અને શુભેચ્છાથી અને અન્ય પ્રધાનોની પ્રતિષ્ઠા કોઈ પણ રીતે ઘટાડ્યા વિના થાય તો જ અસરકારક રીતે થઈ શકે. સામાન્ય રીતે બીજા પ્રધાનોના કામમાં દખલ ન કરવી જોઈએ અને તેમનું પોતાનું કામ બિનજરૂરી દખલ સિવાય કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. ૭. જો આ સ્થિતિ સમજી લેવામાં આવે તો કોઈ વર્તમાન મુશ્કેલી ઊભી થતી નથી, અને જો કોઈ પણ સમયે મુશ્કેલી ઊભી થાય તો તે અંગત સંપર્કથી અને લાગતાવળગતાઓ વચ્ચેની ચર્ચાથી ઉકેલી શકાય છે. આ કારણે મેં લગભગ દરે ક અગત્યની બાબતમાં સરદાર પટેલ સાથે ચર્ચામંત્રણા કરવાનો પ્રયત્ન કર્યો છે. 290

[ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


૮. તાત્કાલિક પ્રશ્ન તો મેં આયંગરને અજમેર મોકલ્યા તેમાંથી ઊભો થયો છે. મને લાગે છે કે મેં એમને મોકલ્યા તે સંપૂર્ણપણે મારા અધિકારની અંદર હતું એટલું જ નહીં, પણ એ વખતના સંજોગોમાં એમ કરવું એ ઘણી ઇષ્ટ વસ્તુ હતી અને એનાથી થોડો ફાયદો થયો છે એમાં શંકા નથી. મારો આ અભિપ્રાય મારી અજમેરની મુલાકાતથી દૃઢ થયો છે. ૯. જો આ દૃષ્ટિબિંદુ સાચું હોય તો વડા પ્રધાન ઇચ્છે ત્યારે અને તે રીતે પગલું લેવાની તેમને પૂરી સ્વતંત્રતા હોવી જોઈએ. જોકે, અલબત્ત, એવું પગલું તત્ક્ષણ અને તત્સ્થાને જવાબદાર એવા સ્થાનિક સત્તાવાળાઓના કામમાં ગેરવાજબી દખલગીરી ન બનવું જોઈએ. નોકરિયાતોની વફાદારી અને તેમનો સહકાર પ્રાપ્ત કરવામાં વડા પ્રધાનને દેખીતી રીતે બીજા કોઈ પણ માણસના જ ેટલો જ રસ છે. ૧૦. જો વડા પ્રધાન આ રીતે કામગીરી ન બજાવે તો તે માત્ર શોભાના પૂતળા તરીકે ભાગ્યે જ ચાલુ રહી શકે અને પ્રધાનો દ્વારા પરસ્પર વિરોધી નીતિઓની જાહે રાતથી નોકરિયાતોને અને વિશાળ જનતાને ઘણું નુકસાન થાય. ૧૧. આ પશ્ચાદ્ભૂમિકા છે. પણ સિદ્ધાંત ગમે તે હોય પણ વ્યવહારુ મુશ્કેલીઓ તો સતત ઊભી થવાની. સામાન્ય રીતે કહીએ તો, આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો ઉત્તમ રસ્તો એ છે કે કૅ બિનેટમાં એક વ્યક્તિને માથે બીજા કોઈ પણ કરતાં વધુ જવાબદારી નાખે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે. અત્યારના માળખામાં આનો અર્થ એ થાય કે કાં તો મારે જવું જોઈએ અથવા સરદાર પટેલે નીકળી જવું જોઈએ. હં ુ તો એ જ પસંદ કરું કે મારે જ નીકળી જવું. અલબત્ત અમારામાંથી એકેયના આમ નીકળી જવાનો અર્થ પછીથી વિરોધ કરવો એવો થવો જરૂરી નથી અને એવો થવો ન જોઈએ. અમે સરકારની અંદર હોઈએ કે બહાર પણ અમે વફાદાર કાઁગ્રેસીઓ રહીએ છીએ એટલું જ નહીં, પણ વફાદાર સાથી પણ રહીએ છીએ અને અમે અમારા પોતપોતાના પ્રવૃત્તિક્ષેત્રમાં હજીયે સાથે કામ કરવાનો પ્રયત્ન કરીશું એવી આશા રાખું છુ .ં ૧૨. આમ છતાં, એ બાબતમાં ભાગ્યે જ કશી શંકા હોઈ શકે કે જો અત્યારની ક્ષણે અમારામાંથી કોઈ પણ એક જણ નીકળી જાય તો તેનાથી રાષ્ટ્રીય ક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સનસનાટી મચી જાય અને તેનાં પરિણામ સારાં ન આવે. કોઈ પણ સમયે આવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે જ; પણ અત્યારની ક્ષણે, કાશ્મીરનો પ્રશ્ન અને પુનર્વસવાટનો ઘણો મોટો પ્રશ્ન આપણી સામે ખડો છે ત્યારે , અને દેશી રાજ્યોનો તથા કોમી સંસ્થાઓનો વિકાસ પણ આપણી સામે ખડા જ છે ત્યારે , આમ છૂટા પડવાથી ભારતના હિતને અસર કરે તેવાં ગંભીર પરિણામો પણ આવે. અમારામાંથી કોઈ પણ એવું કંઈ જ કરવા ઇચ્છતું નથી જ ે રાષ્ટ્રના હિતને નુકસાનકારક હોય. ૧૩. તેમ છતાં આ વસ્તુ શક્ય ન ગણાય તો પછી બીજો એક જ વિકલ્પ મારે કે સરદાર પટેલે પ્રધાનમંડળ છોડવું એ જ રહે છે. મેં ઉપર કહ્યું છે તેમ, અત્યારના સંજોગોમાં મને એ અનિષ્ટ વિકલ્પ વાગે છે, અને હં ુ આ નિર્ણય ઉપર બને તેટલી તટસ્થતાથી આવ્યો

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

291


છુ .ં જો કોઈએ પ્રધાનમંડળ છોડવાનું જ હોય તો હં ુ જ છોડવાનું પસંદ કરું એ ફરી વાર કહં ુ છુ .ં ૧૪. હમણાં હમણાં સરકારનાં વિવિધ મંત્રાલયો અને ખાતાંઓમાં એકતાના અભાવનું વલણ વધતું ગયું છે. આને પરિણામે નોકરિયાતો પર પણ અસર થાય છે. આ કમનસીબીની વાત છે અને તેનો સામનો કરવો પડશે, કારણ કે જો પ્રધાનમંડળ અને સરકાર સંયુક્ત રીતે કામ નહીં કરે તો તમામ કામકાજ કથળ્યા વિના રહે શે નહીં અને દેશમાં એવું માનસ પેદા થશે જ ે સરકારના કામ કરવાના માર્ગમાં વિઘ્નરૂપ બનશે. ૧૫. સંભવ છે કે ટૂ કં સમયમાં જ આપણે સરકારી માળખાની પુનર્ર ચનાનો વિચાર કરવો પડશે, અને તે એ અર્થમાં કે નાયબ પ્રધાનો, સંસદીય સચિવો વગેરે હોદ્દા દાખલ કરવામાં આવે. કેટલાંક ખાતાં નાયબ પ્રધાનોના હાથમાં મૂકવાનું ઇષ્ટ બની શકે. નાયબ પ્રધાનોના દરે ક જૂ થને એક પ્રધાનની દેખરે ખ નીચે મૂકવામાં આવે. આને લીધે ખરે ખરી કૅ બિનેટ કંઈક વધુ નાનું મંડળ બને. પણ આ તો પછીથી જોઈ શકાય. અત્યારની ક્ષણે ખાતાંઓની વહેં ચણી બહુ તાર્કિક નથી અને કેટલાંક ખાતાં બહુ ભારે છે. ૧૬. દેશી રાજ્યોનું મંત્રાલય એક નવું મંત્રાલય છે. એને માથે અગત્યના પ્રશ્નો હાથ ધરવાની જવાબદારી છે. હં ુ એમ કહં ુ કે અત્યાર સુધી એણે આ પ્રશ્નો અસાધારણ સફળતાથી હાથ ધર્યા છે અને સતત ઊભી થતી અનેક મુશ્કેલીઓ પાર કરી છે. તેમ છતાં, મને લાગે છે કે સિદ્ધાંતનો પ્રશ્ન જ ેમાં સમાયો હોય એવા અનેક નિર્ણયો પ્રધાનમંડળને પૂછ્યા વિના લેવામાં આવ્યા છે. મારા પૂરતુ તો કહં ુ કે હં ુ આ નિર્ણયો સાથે સંમત છુ ;ં પણ પ્રધાનમંડળ કે વડા પ્રધાનને પૂછ્યા વિના આ નિર્ણય લેવાયો તે કાર્યપ્રણાલી મને ખોટી લાગે છે. નવું મંત્રાલય હોવાથી તે સ્વાભાવિક રીતે પ્રચલિત પ્રણાલીની બહાર રહીને કામગીરી બજાવે છે. અમુક હદે આ અનિવાર્ય છે અને ઝડપી નિર્ણયો લેવા પડે છે. પણ આ કામગીરીને આપણી પ્રચલિત પ્રણાલીના નિયમોની અંદર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ૧૭. બંધારણસભા મળે તે પહે લાં કે તેની આવતી બેઠક દરમિયાન આપણી સમગ્ર આર્થિક નીતિ વિશે કોઈક નિર્ણય ઉપર આપણે આવી જવું પડશે. પુનર્વસવાટનો પ્રશ્ન આ નીતિ સાથે બંધાઈ જાય એમ પણ બને.

જવાહરલાલ નેહર‌ુ પર સરદારનો પત્ર

૨૧ જાન્યુઆરી, ૧૯૪૮ તમે ગાંધીજી પર મોકલેલી નોંધ વિશેના ૧૧મી જાન્યુઆરી ૧૯૪૮ના તમારા પત્ર માટે તમારો આભાર, હં ુ ગાંધીજીને જ ે નોંધ મોકલું છુ ં તેની નકલ આ સાથે બીડી છે. હં ુ ઘણોખરો વખત 292

[ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


બહાર હતો એટલે આ બાબત હાથમાં લઈ શક્યો નહીં તે માટે દિલગીર છુ .ં જ ે ટૂ કં ો સમય હં ુ અહીં હતો તે દરમિયાન કામમાં લગભગ દટાયેલો જ હતો. તમને અનુકૂળ હોય તેવો કોઈ પણ સમય તમે બાપુ સાથે ચર્ચા માટે ગોઠવી શકો છો. હં ુ ૧૫મી જાન્યુઆરી ૧૯૪૮ની સવારે ભાવનગર અને મુંબઈ જવા નીકળવાનો છુ .ં

(બિડાણ) મહાત્મા ગાંધીને મોકલાયેલી સરદારની નોંધ 1. જવાહરલાલે તમને મોકલેલી એમની નોંધ, હં ુ ધ્યાનથી વાંચી ગયો છુ .ં એની નકલ એમણે મને મોકલી હતી. ૨. સ્વભાવના તફાવત અંગે તથા આર્થિક બાબતો અને હિં દુ-મુસ્લિમ સંબંધોને લગતી બાબતો વિશે જુ દાં દૃષ્ટિબિંદુ છે તે અંગે બેમત નથી. તેમ છતાં, અમે બંને દેશનાં હિતોને અમારા અંગત મતભેદો કરતાં ઊંચાં ગણીએ છીએ અને પરસ્પર માન અને પ્રેમની લાગણીને લીધે અમે સહિયારા પ્રયત્નમાં સહકારથી કામ કર્યું છે. અમારી સામે આવેલી ઘણીયે આંધીઓનો અમે સંયુક્ત પુરુષાર્થથી સામનો કર્યો છે, અને આવા મતભેદો હોવા છતાં અમે કોઈ પણ દેશ કે કોઈ પણ સરકાર સામેની ઇતિહાસની સૌથી વધુ કટોકટીભરી પળને પાર કરી ગયા છીએ. હવે અમે આને આગળ ચલાવી શકીએ એમ નથી એવો વિચાર કરવો દુ:ખદ અને કરુણ પણ છે, પણ વડા પ્રધાનના પોતાના સ્થાન વિશેના એમના દૃષ્ટિબિંદુ પાછળ રહે લી એમની લાગણી અને પ્રતીતિનું બળ હં ુ પૂરેપૂરું સમજી શકું છુ .ં ૩. એ વિષય ઉપર તેઓ જ ે કહે છે તે સમજવાનો મેં મારાથી બનતો બધો પ્રયત્ન કર્યો, પણ લોકશાહી અને કૅ બિનેટની જવાબદારીના પાયા ઉપર એ સમજવાનો મેં ગમે તેટલો પ્રયત્ન કર્યો તોપણ વડા પ્રધાનની ફરજો અને કામગીરીઓ અંગેના એમના ખ્યાલ સાથે સંમત થવા હં ુ અશક્ત નીવડ્યો છુ .ં જો એ ખ્યાલ સ્વીકારવામાં આવે તો વડા પ્રધાનનો દરજ્જો લગભગ સરમુખત્યાર જ ેવો થઈ જાય, કારણ કે તેઓ ‘‘જ્યારે અને જ ે રીતે પોતે પસંદ કરે ત્યારે અને તે રીતે કામ કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા’’નો દાવો કરે છે. મારા મતે લોકશાહી અને કૅ બિનેટ પદ્ધતિની સરકારથી આ તદ્દન વિરુદ્ધ છે. ૪. મારા ખ્યાલ પ્રમાણે, વડા પ્રધાનનું સ્થાન સૌથી આગળ પડતું છે; એ સરખાઓમાં પહે લા છે. પણ એમને પોતાના સાથીઓની ઉપરવટ જવાની સત્તા નથી; જો એવી સત્તા હોય તો કૅ બિનેટ અને કૅ બિનેટની જવાબદારી નિરર્થક બની જાય. મારા મત પ્રમાણે પક્ષના અને સમગ્ર વહીવટી તંત્રના વડા તરીકે વડા પ્રધાને એ ચિંતા અનિવાર્યપણે રાખવી જ પડે કે કૅ બિનેટના નિર્ણયો અસરકારક બને અને એક મંત્રાલય અને બીજા મંત્રાલય વચ્ચે અથડામણ ન થાય. પણ સરકારની નીતિનો અમલ કરવાની સંપૂર્ણ જવાબદારી પ્રધાનો અને તેમના હાથ નીચેનાં મંત્રાલયોની છે. આ મંત્રાલયો કૅ બિનેટના નિર્ણયોના વિષય સાથે સંકળાયેલાં છે. આથી એમને (વડા પ્રધાનને) સંબંધિત પ્રધાન પાસેથી માહિતી માગવાનો અધિકાર છે, તેમ જ નીતિની

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

293


ચોક્કસ દિશા સ્વીકારવા અંગે તથા એ નીતિ કેવી રીતે અમલી બનાવવાની છે તે વિશે પણ પૂછવાનો અને સલાહ આપવાનો અધિકાર છે. પણ નીતિનો અમલ કરવાની જવાબદારી સંબંધિત મંત્રાલયની અને તેનો હવાલો સંભાળતા પ્રધાનની જ હોવી જોઈએ, અને વડા પ્રધાને તો પ્રધાનને પૂછપરછ કરીને અને સલાહ આપીને અમલ પર અસર પાડવી જોઈએ. મને ખાતરીપૂર્વક એમ લાગે છે કે વડા પ્રધાનની આ પ્રકારની સ્થિતિ એમનું આગળ પડતું સ્થાન જાળવી રાખે છે અને એમને વહીવટી તંત્રના અસરકારક વડા બનાવે છે એટલું જ નહીં પણ તે લોકશાહી સિદ્ધાંતો અને પ્રધાનોની તથા કૅ બિનેટની જવાબદારીના નિયમો સાથે પણ સુસંગત છે. હં ુ ખાતરી કરી શક્યો છુ ં ત્યાં સુધી બ્રિટનની પ્રણાલી સાથે પણ આ સુસંગત છે. ૫. આ આખીયે બાબત નિર્ણયાત્મક તબક્કે આવી ગઈ તેનું તાત્કાલિક કારણ આયંગરની અજમેરની મુલાકાત નથી. વડા પ્રધાનને યાદ હોય તો, ગોપાલસ્વામીએ કાશ્મીર રાજયને મોટર વાહનો મોકલવાની સત્તા આપતો જ ે તાર પૂર્વ પંજાબની સરકારને કરે લો તે મુદ્દા ઉપર જ એમણે પોતાના એવા દૃષ્ટિબિંદુને વાચા આપેલી કે કાશ્મીરની બાબતમાં મદદ કરવામાં ગોપાલસ્વામીને છુ ટ્ટો દોર આપવો. એમણે આ વખતે એવું વલણ લીધું જ ેનો અર્થ એવો થાય કે કાશ્મીરની પરિસ્થિતિમાંથી ઊભા થતા પ્રશ્નો સાથે વડા પ્રધાન અંગત રીતે જ કામ પાડે (આ તે વખતે અમલમાં જ હતું) તે વ્યવસ્થાને જ દેશી રાજયોના મંત્રાલયે તાબે થવું એટલું જ નહીં, પણ બીજા પ્રધાનો પણ આમાં માથું મારે અને જ ે મંત્રાલયને સાધારણ રીતે આ પ્રશ્ન સાથે સંબંધ હોય તે બહુ બહુ તો જ્યારે એને આપવામાં આવે ત્યારે માહિતી ભેગી કરી રાખે એ સ્થિતિને પણ તાબે થવું. ૬. તેમ આયંગરની મુલાકાત એ એક જ એવી બાબત ન હતી જ ેમાં મારે વડા પ્રધાનને મને પૂછયાગાછ્યા વિના એમણે લીધેલા માર્ગની બિનસલાહકારકતા બતાવવી પડી હોય. ૧૫મી ઑગસ્ટ પછીના આ થોડાક મહિનામાં સંખ્યાબંધ પ્રશ્નોએ આ જાતના પત્રવ્યવહારને જન્મ આપ્યો છે. કેટલાક પ્રસંગોમાં વડા પ્રધાને પોતે લેવા ધારે લા પગલાની મને અગાઉથી ખબર આપવાનું સૌજન્ય મારી પ્રત્યે દર્શાવ્યું હતું અને મને યોગ્ય લાગ્યું તે મુજબ સૂચિત પગલાની તરફે ણમાં કે વિરુદ્ધ મેં મારી સલાહ આપી હતી. જો આ સલાહ આપવી તે પણ -- પગલાની અમુક દિશાની બિનસલાહકારતા બતાવવી તે, અથવા અમુક બાબત મારી જવાબદારીના ક્ષેત્રમાં આવે છે એવું રજૂ કરવું તે પણ -- વડા પ્રધાનને ત્રાસદાયક અને ચીડ ચડે તેવું લાગતું હોય અને પોતાની ફરજોમાં દખલગીરી જ ેવું લાગતું હોય તો એ સ્થિતિ લોકશાહી પદ્ધતિની સરકાર સાથે પૂરેપૂરી અસંગત છે. 7. દેશી રાજ્યોના મંત્રાલયની કામ કરવાની રીતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મને એવો એક પણ દાખલો યાદ નથી આવતો જ ેમાં મેં મારા સાથીઓની અનુમતિ અથવા સમર્થન સિવાય મહત્ત્વની નીતિ અંગે કોઈ પણ નિર્ણય લીધો હોય. જ ે એક જ દાખલામાં મેં કૅ બિનેટના નિર્ણયની અપેક્ષાએ કામ કર્યું તે દાખલો ઓરિસા અને છત્તીસગઢનાં રાજ્યોના જોડાણનો હતો; પાછળથી જરા પણ ચર્ચા વિના મારા પગલાનું સમર્થન કરવામાં આવ્યું તે 294

[ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


હકીકત અપેક્ષા અંગેની મારી વિવેકબુદ્ધિને યથાર્થ ઠરાવે છે. એ બાબત દેખીતી રીતે એવી હતી કે નિર્ણાયક પગલાની મોકૂ ફીથી ગંભીર પરિણામોનો ભય ઊભો થાત અને આપણા હાથમાંથી જ ે તક સરી જાત તે કદાચ ઘણીબધી ધીરજ, મહે નત અને સૌને માટે ઘણી તકલીફ પછી જ ફરી મળી શકત. 8. વડા પ્રધાને, પરસ્પર સમાધાન ન સિદ્ધ થઈ શકે તો પદત્યાગ કરવાનું પોતે પસંદ કરશે એવો ઉલ્લેખ પણ કર્યો છે. પણ હં ુ નિશ્ચયપૂર્વક કહં ુ છુ ં કે જો કોઈએ જવાનું હોય તો મારે જ જવું જોઈએ. સક્રિય સેવાની વય હં ુ લાંબા સમયથી વટાવી ગયો છુ .ં વડા પ્રધાન દેશના સ્વીકૃ ત નેતા છે અને એકંદરે જુ વાન છે; એમણે પોતાને માટે એક આંતરરાષ્ટ્રીય અગ્રણી તરીકેની પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે. મને જરાય શંકા નથી કે મારી અને એમની વચ્ચેની પસંદગી એમની તરફે ણમાં જ થવી જોઈએ. આથી, એમણે પદત્યાગ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.

ગાંધીજી પર સરદારનો પત્ર

૧૩ જાન્યુઆરી, ૧૯૪૮ આજ ે સવારે સાત વાગ્યે કાઠિયાવાડ જવા નીકળવાનું છે. તમે ઉપવાસ કરી રહ્યા છો ત્યારે જવું પડે એની વેદના અસહ્ય છે. પણ કડક ફરજ બીજો કોઈ રસ્તો રહે વા દેતી નથી. ગઈ કાલે તમારી વેદના જોઈ હં ુ દુ:ખી થઈ ગયો છુ .ં એણે મને ઉગ્રતાપૂર્વક વિચારતો કરી મૂક્યો છે. કામનો બોજો એટલો છે કે હં ુ એની નીચે દબાઈ ગયો હોઉં એવી લાગણી થાય છે. હવે મને લાગે છે કે આમ ને આમ વધુ ચલાવ્યા કરવાથી દેશને કે મને કોઈને ફાયદો નહીં થાય. જવાહર ઉ૫૨ તો મારા કરતાંયે વધારે બોજો છે. એમનું હૃદય શોકથી ભારે છે. એમ પણ હોય કે હં ુ વૃદ્ધાવસ્થાને લીધે ક્ષીણ થઈ ગયો હોઉં અને એમની બાજુ માં સાથી તરીકે ઊભો રહી એમનો બોજો હળવો કરવા માટે કામનો ન હોઉં. મૌલાના [આઝાદ] પણ હં ુ જ ે કંઈ કરી રહ્યો છુ ં તેથી નારાજ છે અને તમારે ફરીફરીને મારો બચાવ કરવો પડે છે. આ પણ મને અસહ્ય લાગે છે. આ સંજોગોમાં, તમે હવે મને જવા દો તો મારે માટે અને દેશને માટે સારું થશે. હં ુ જ ે રીતે કામ કરું છુ ં તે કરતાં જુ દી રીતે કરી શકીશ નહીં. અને એથી હં ુ મારા જીવનભરના સાથીઓને બોજારૂપ થાઉં અને તમને દુ:ખરૂપ બનું અને તે છતાં સત્તાને વળગી રહં ુ તો એનો અર્થ એ થાય -- ઓછામાં ઓછુ ં મને પોતાને તો એમ જ લાગે -- કે હં ુ સત્તાલાલસાથી આંધળો થવા તત્પર છુ ં અને તેથી સત્તાત્યાગ કરવા નારાજ છુ .ં તમારે મને આ અસહ્ય

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

295


પરિસ્થિતિમાંથી સત્વર મુક્ત કરવો જોઈએ. હં ુ જાણું છુ ં કે તમે ઉપવાસ કરી રહ્યા છે ત્યારે દલીલોનો વખત નથી. પણ તમારા ઉપવાસનો અંત લાવવામાં પણ હં ુ મદદરૂપ બની શકું તેમ નથી, એટલે હં ુ બીજુ ં શું કરી શકું તેની મને ખબર પડતી નથી. આથી હં ુ તમને અંત:કરણથી આજીજી કરું છુ ં કે તમારા ઉપવાસ છોડી દઈને આ પ્રશ્ન તરત પતાવી આપો. એથી કદાચ તમારા ઉપવાસ પ્રેરનારાં કારણો દૂર કરવામાં પણ મદદ થશે.

સરદાર પટે લ પર જવાહરલાલ નેહર‌ુનો પત્ર ૧૩ જાન્યુઆરી, ૧૯૪૮ તમારા ૧૨મી જાન્યુ્આરીના પત્ર માટે તમારો આભાર. સાથે બીડેલી નોંધ સાથે એ પત્ર મને આજ ે મળ્યો. જમ્મુથી પાછા ફર્યા બાદ તમે કેટલા બધા સખત કામમાં ડૂ બેલા હશો તે હં ુ સમજી શકું છુ .ં ૨. એ વિષય ઉપર બીજી નોંધ લખવાનો મારે પ્રયત્ન કરવો સાર્થક છે એવું મને લાગતું નથી. આપણે પોતપોતાનાં દૃષ્ટિબિંદુ અમુક અંશે દર્શાવી દીધા પછી આપણે માટે બાપુ સાથે આ બાબતની ચર્ચા કરી લેવાનું જ બાકી રહે છે. ૩. પણ હં ુ એટલું કહે વા ઇચ્છું છુ ં કે વડા પ્રધાનના દરજ્જો વિશેની તમારી સમજણ અને મારી સમજમાં મને હજી ઘણો ફે ર દેખાય છે. અલબત્ત, વડા પ્રધાને કે બીજા કોઈએ પણ સરમુખત્યાર બની જવાનો તો પ્રશ્ન જ નથી. હં ુ જાણું છુ ં ત્યાં સુધી બ્રિટનમાં વડા પ્રધાનનો જ ે દરજજો વ્યવહારમાં છે તે મેં જ ે સૂચવ્યું છે તેની સાથે સુસંગત છે.

સરદાર પર જવાહરલાલ નેહર‌ુનો પત્ર

૩ ફે બ્રુઆરી, ૧૯૪૮ બાપુ જીવતા હતા ત્યારે આપણે બંનેએ એમને મળીને આપણને મૂંઝવી રહે લી વિવિધ બાબતોની ચર્ચા કરવાની આશા રાખેલી. આપણો પત્રવ્યવહાર તમને યાદ હશે. મારા છેલ્લા પત્રમાં મેં એવી આશા વ્યક્ત કરે લી કે અભિપ્રાય અને સ્વભાવના કેટલાક તફાવતો હોવા છતાં આપણે આટલો વખત જ ે રીતે સાથે કામ કર્યું છે તે રીતે કરવાનું ચાલુ રાખવું. મને આનંદ થાય છે કે બાપુનો છેલ્લો અભિપ્રાય પણ એ જ હતો. હવે તો, બાપુના અવસાનથી, બધું જ બદલાઈ ગયું છે અને આપણે એક જુ દી અને વધુ મુશ્કેલ દુનિયાનો સામનો કરવાનો છે. જ ેની તકરારોનો હવે બહુ અર્થ રહ્યો નથી અને મને લાગે છે કે આ ક્ષણની તાકીદની જરૂરિયાત આપણે સૌએ બને તેટલી એકતાથી 296

[ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


અને બને તેટલા સહકારથી કામ કરવાની છે. ખરે ખર, બીજો કોઈ રસ્તો છે જ નહીં આપણી વચ્ચે જ ે કંઈ મતભેદો હોય તેને પહાડ જ ેવડા મોટા કરી બતાવનારી જ ે અનેક ગુસપુસ અને અફવાઓ તમારે ને મારે વિશે સતત ચાલી રહી છે તેથી મને પારાવાર દુ:ખ થયું છે. આ વસ્તુ વિદેશી રાજદૂતો અને વિદેશી એલચીઓ સુધી પહોંચી છે, દુષ્ટ લોકો આનો લાભ લઈ એમાં ગાંઠનું ઉમેરે છે. નોકરિયાતો ઉપર પણ એની અસર થઈ છે અને એ ખરાબ છે. આપણે આ દુષ્ટ કાર્યનો અંત આણી દેવો જોઈએ. આપણે પચીસ વર્ષ કરતાં વધુ સમયથી એકબીજા સાથે સંકળાયેલા છીએ અને ઘણાંયે તોફાનો અને જોખમોનો આપણે સાથે મળીને સામનો કર્યો છે. મારે પૂરેપૂરી પ્રામાણિકતાપૂર્વક કહે વું છે કે આ સમય દરમિયાન તમારે માટેના મારા સ્નેહ અને માનમાં વધારો થયો છે, અને એને ઘટાડે એવું કંઈ પણ બની શકે એમ હં ુ માનતો નથી. આપણા મતભેદોએ પણ આપણી વચ્ચેની સંમતિના ઘણા વધારે મોટા મુદા બહાર આણ્યા છે અને આપણે પરસ્પર જ ે માન ધરાવીએ છીએ તે પણ બહાર આણ્યું છે. આપણે અસંમતિ વિશે સંમત થતાં અને તેમ છતાં સાથે કામ કરતાં શીખ્યા છીએ. બાપુના અવસાન પછી આપણે જ ે કટોકટીનો સામનો કરવાનો છે તેમાં મને લાગે છે કે આપણે મિત્રો અને સાથીદારો તરીકે સાથે મળીને એનો સામનો કરવો એ મારી પણ ફરજ છે, અને એ કહે વાની ધૃષ્ટતા કરું તો, તમારી પણ ફરજ છે. ફક્ત ઉપર ઉપરથી નહીં પણ એકબીજા પ્રત્યે પૂરેપૂરી વફાદારીથી અને એકબીજામાં શ્રદ્ધાપૂર્વક. મારી તરફથી તમને જ ે મળશે જ એની હં ુ તમને ખાતરી આપું છુ .ં મને કશી શંકા કે મુશ્કેલી હશે તો હં ુ ખુલ્લા દિલે તે તમારી સમક્ષ મૂકીશ અને હં ુ આશા રાખું છુ ં કે તમે પણ એમ જ કરશો. મેં તમારી સાથે લંબાણથી વાત કરવાની આશા રાખી હતી. પણ આપણને સમયની એટલી બધી મારામારી છે કે આપણે એકબીજાને લાંબો સમય ખાનગીમાં મળી પણ ભાગ્યે જ શકીએ છીએ. ક્યારે ક હં ુ આશા રાખું છુ ં કે વહે લા જ, આપણે આ વાત કરી શકીશું અને જ ે કંઈ ગેરસમજ કે ભ્રમ ઊભાં થયાં હોય તે દૂર કરી શકીશું. એવી વાતચીત વખતોવખત કરવાની જરૂર છે. પણ તે દરમિયાન, હં ુ એ વાતચીત માટે રાહ જોવા ઇચ્છતો નથી અને એટલે આ પત્ર લખું છુ .ં તમારી પ્રત્યેનાં મારાં સ્નેહ અને મૈત્રી પણ એ પત્ર એની સાથે લાવે છે.

જવાહરલાલ નેહર‌ુ પર સરદારનો પત્ર

તમારા

૫ ફે બ્રુઆરી, ૧૯૪૮ ૩જી ફે બ્રુઆરીના પત્રની સ્નેહની લાગણી અને ઉષ્માથી હં ુ દ્રવિત થઈ ગયો,

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

297


ખરે ખર અભિભૂત થઈ ગયો. તમે આટલી બધી લાગણીપૂર્વક જ ે ભાવનાઓ વ્યક્ત કરી છે તેને હં ુ સંપૂર્ણપણે અને અંત:કરણપૂર્વક પ્રતિધ્વનિત કરું છુ .ં આપણે બંને એક સહિયારા ધ્યેય માટે જીવનભરના સાથીદારો રહ્યા છીએ. આપણા દેશનાં સર્વોપરી હિતો અને પરસ્પરનાં પ્રેમ અને માન જ ે કોઈ વિચારભેદ અને સ્વભાવભેદ હતા તેનાથી પર જઈ આપણને ભેગા રાખી શક્યા છે. આપણે બંને પોતપોતાનાં દૃષ્ટિબિંદુઓને અને કામ કરવાની પદ્ધતિઓને ચુસ્તપણે વળગી રહ્યા છીએ, છતાં આપણે હં મેશાં હૃદયની એકતા જાળવી શક્યા છીએ, અને એ એકતા ઘણા બોજાઓ અને પ્રહારો સામે ટકી રહી છે અને કાઁગ્રેસ તથા સરકારની અંદર સંયુક્ત રીતે કામ કરવા એણે આપણને શક્તિમાન બનાવ્યા છે. તાજ ેતરના બનાવોથી હં ુ ઘણો દુ:ખી થયો હતો અને હં ુ મુંબઈ જતો હતો ત્યારે મેં બાપુને મને છૂટો કરવાનું લખેલું, પણ એમનું અવસાન બધું જ બદલી નાખે છે અને જ ે કટોકટી આપણી ઉપર આવી પડી છે તેને લીધે આપણામાં એક નવી પ્રતીતિ પણ ઉત્પન્ન થવી જોઈએ કે આપણે સાથે રહીને શું શું સિદ્ધ કર્યું છે. અને તે સાથે આપણા શોકગ્રસ્ત દેશનાં હિત ખાતર વધુ સંયુક્ત પુરુષાર્થની જરૂરિયાતનો પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. એમના મૃત્યુ પહે લાં તરત જ એક કલાકથી વધુ સમય સુધી એમની સાથે વાત કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું હતું. એમણે તમારી અને એમની વચ્ચે થયેલી વાત અને લૉર્ડ માઉન્ટબૅટન સાથે થયેલી વાત મને જણાવી હતી. એમણે આપણને બંનેને બીજ ે દિવસે મળવાનું પણ ગોઠવ્યું હતું. એમનો અભિપ્રાય પણ આપણને બંનેને બાંધે છે અને હં ુ તમને ખાતરી આપું છુ ં કે હં ુ મારી જવાબદારીઓ અને ફરજો પ્રત્યે આ જ ભાવનાથી જોવા કૃ તનિશ્ચય છુ .ં હં ુ તમારી સાથે સંમત છુ ં કે આપણે પરસ્પર ચર્ચાવિચારણા માટે વધુ સમય કાઢવો જોઈએ જ ેથી આપણે જ ે કંઈ બની રહ્યું હોય તે વિશે એકબીજાને માહિતગાર રાખી શકીએ, તેના સંપર્કમાં રાખી શકીએ અને એ રીતે આપણે મતભેદના જ ે મુદ્દા ઊભા થાય તેનો પણ ઉકેલ કરી શકીએ. આપણે એક વાર લંબાણથી વાત કરી આપણાં મનમાં જ ે કોઈ શંકા કે મુશ્કેલીઓ હોય તે કાઢી નાખવા માટે પણ વહે લી તકે સમય કાઢવો જોઈએ. આપણા મતભેદો જાહે રમાં કે ખાનગીમાં ગવાયા જ કરે તે આપણે માટે ખરાબ છે, સરકારી નોકરિયાતો માટે ખરાબ છે અને દેશ માટે પણ ખરાબ છે. જ ેટલા વહે લા આપણે આ વાતને નિર્મૂળ કરી નાખીએ અને ધૂંધળા વાતાવરણને સ્વચ્છ કરી નાખીએ એટલું વધારે સારું. [સરદાર પટેલ : પસંદ કરે લો પત્રવ્યવહાર, ભાગ 2માંથી]

298

[ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ કોઈ મુદ્દા તરફ નિસબત દાખવવી અને કશુંક અણછાજતું બને તો તેની મર્યાદા દાખવીને અસંમતિ દાખવવાનું સાહસ ગાંધીજી અનેક વાર કરી ચૂક્યા છે. ચૌરીચોરા ઘટના વખતે તેમણે અન્ય આગેવાનો કરતાં અલગ મત દાખવીને અસહકાર આંદોલનને અટકાવ્યું હતું. આવી એક ઘટના ખિલાફત આંદોલન વેળાએ બની હતી, જ ેમાં ઝનૂનીઓએ તત્કાલીન ડેપ્યુટી કમિશનર મિ. વિલબીની હત્યા કરી હતી. ખિલાફત આંદોલન તો તેનાથી અટક્યું નહોતું, પણ ‘યંગ ઇન્ડિયા’માં ગાંધીજીએ આ સંદર્ભે લખેલા લેખમાં તેમની ભારોભાર ટીકા કરી હતી. તેમણે લખ્યું હતું : “મિ. વિલબીની હત્યા એક ખૂબ જ કમનસીબ બનાવ છે. સ્વાભાવિક રીતે જ એ બનાવે લોકોમાં સહાનુભૂતિ અને રોષ જગાવ્યાં છે. આ ખૂન એક ઘાતકી, અવિચારી અને ઝનૂની કૃ ત્ય હતું. તેણે ખિલાફતનું કાર્ય આગળ ધપાવ્યું નથી પણ રોક્યું છે. તુર્કીના કોલકરારો ઘડવામાં મિ. વિલબીનો કોઈ હાથ ન હતો. પૂરો સંભવ છે કે તેઓ પોતે એક લોકપ્રિય અમલદાર હતા. એક નિર્દોષ માણસને તેની જાતિના કોઈ માણસના ગુના માટે મારી નાખવામાં આવે એ કૃ ત્યને ફક્ત પાગલપણું જ ગણવું જોઈએ.” આંદોલનમાં સક્રિય રહીને તેની સૂક્ષ્મ બાબતો પર ધ્યાન રાખવું કપરું છે અને વર્તમાન યુગમાં તો આગેવાનોમાંથી તે ગુણ જાણે અદૃશ્ય થઈ ચૂક્યો છે. આ સંબંધે ગાંધીજી હં મેશાં જાગ્રત જણાયા છે. એ કારણે તેમણે શિરે લીધેલી એકથી વધુ જવાબદારીમાંથી પાર ઊતરતા હતા. આ માસમાં ખિલાફત, પંજાબમાં દમન, સ્વદેશી, દરિયાપાર વસતા હિં દીઓ સંબંધિત પ્રશ્નો, ઓરિસાનો દુકાળ અને વિદ્યાર્થીઓ વચ્ચે દેશની સ્થિતિ અવગત કરાવવાની પ્રવૃત્તિઓમાં ગાંધીજી સામેલ રહ્યા હતા. આ મુદ્દાઓ સાથે સીધા સંકળાયેલા હોવા છતાં ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’માં અન્ય મુદ્દાઓ વિશે પણ લખતા તેઓ જણાય છે. જ ેમ કે એક લેખ તેમણે આ ગાળામાં ‘ત્રણ રાષ્ટ્રીય પોકારો’ નામે લખ્યો છે, જ ેમાં તેઓએ કયાં સૂત્રો પોકારવાં તે અંગે સ્પષ્ટતા કરી છે. ગાંધીજી લખે છે : “માત્ર ત્રણ સૂત્રો માન્ય રાખવાં જોઈએ. ઈશ્વર જ મહાન છે, બીજુ ં કોઈ જ નહીં એ દર્શાવવા હિં દુ અને મુસલમાનોએ એકસાથે હર્ષપૂર્વક “અલ્લાહો અકબર”નો પોકાર કરવો જોઈએ. “વંદે માતરમ્” અથવા “ભારત માતા કી જય” એ બીજુ ં સૂત્ર હોય. “હિં દુમુસલમાન કી જય” — જ ેના વિના હિં દુસ્તાન માટે ફતેહ નથી અને ઈશ્વરની મોટાઈ દર્શાવવાનું સાચું સાધન નથી — એ ત્રીજુ ં સૂત્ર હોય. આ માસમાં પણ મિત્રો-પરિચિતોને પત્રો લખવામાં, વિવિધ સ્થળે વક્તવ્યો આપવામાં અને કલકત્તા કૉંગ્રેસ મહાસમિતિના કાર્યમાં તેમની વ્યસ્તતા હં મેશની જ ેમ છે. આ સાથે જાતના ઉદ્ધારનો કઠોર પ્રયાસ અમલમાં છે અને તેનો ઉલ્લેખ પત્રો-વક્તવ્યોમાં જોવા મળે છે. કલકત્તા કૉંગ્રેસમાં અસહકારના ઠરાવ પર આપેલા ભાષણમાં તેઓ એક ઠેકાણે જણાવે છે : “ક્રોધની વરાળો નીકળતા વાતાવરણમાં અસહકાર ન જ નભી શકે. કડવા અનુભવોમાંથી ક્રોધને દાબી

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

299


દેવો એટલી એક અગત્યની વાત હં ુ ૩૦ વરસમાં શીખ્યો છુ .ં દાબી રાખેલી ઉષ્ણતામાંથી જ ેમ શક્તિ પેદા થાય છે તેમ સંયમમાં રાખેલ ક્રોધમાંથી પણ એવું બળ પેદા કરી શકાય કે જ ે સારા જગતને હચમચાવી નાખે.”

300

૧૯૨૦ સપ્ટેમ્બર

૧ મુંબઈ. ૨ કલકત્તા : મોડી રાત્રે આવ્યા, ઉતારો હરિલાલને ત્યાં. ૩ કલકત્તા : ગુજરાતીઓ તરફથી સત્કાર, સમય સાંજ, સ્થળ આલ્ફ્રેડ થિયેટર. ૪ કલકત્તા : ઑલ ઇન્ડિયા હોમરૂલ લીગની સભામાં પ્રમુખપદે, સમય સવારના આઠ. સંસ્થાનું નામ બદલી ‘સ્વરાજ સભા’ રાખવાનું ઠરાવવામાં આવ્યું. ૫ કલકત્તા : ખિલાફત પરિષદમાં હાજર.  ફરીદપુર. ૬ કલકત્તા. ૭ કલકત્તા : કૉંગ્રેસની વિષય વિચારિણી સમિતિની બેઠકમાં અસહકાર વિશે બોલ્યા.  મુસ્લિમ લીગના ખાસ અધિવેશનમાં હાજર. ૮ કલકત્તા : કૉંગ્રેસના ખાસ અધિવેશનમાં હાજર. અસહકારનો ઠરાવ વધુ મતે પસાર.  મુસ્લિમ લીગના અધિવેશનમાં હાજર. ૯ કલકત્તા : કૉંગ્રેસની બેઠકમાં હાજર; અસહકારના ઠરાવ ઉપર પોલથી મત ગણવામાં

આવ્યા, ઠરાવ બહુમતીથી પસાર. ઑ. ઇ. કૉં. ક.ની બેઠકમાં હાજર. ૧૦ કલકત્તા : ‘અમૃતબઝાર પત્રિકા’ના તંત્રી બાબુ મોતીલાલ ઘોષને મળવા ગયા અને અસહકારના કાર્યક્રમ વિશે ચર્ચા કરી. ૧૧ કલકત્તા :  શાંતિનિકેતન. ૧૨થી ૧૬ શાંતિનિકેતન. ૧૭ શાંતિનિકેતન : પ્રવચન; થી નીકળ્યા. ૧૮ રસ્તામાં. ૧૯ મુંબઈ. ૨૦થી ૨૭ અમદાવાદ. ૨૮ અમદાવાદ : શાળાઓ છોડવા અંગે વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ, સમય સાંજ, સ્થળ એલિસપુલ નીચે નદીની રે ત, પ્રમુખ વલ્લભભાઈ. ૨૯ અમદાવાદ : શિક્ષકો સમક્ષ ભાષણ. વિષય અસહકાર; સમય, સ્થળ અને પ્રમુખ એ જ. ૩૦ અમદાવાદ, નડિયાદ : કાર્યકરો સાથે ચર્ચા  જાહે ર સભા, સ્થળ અમદાવાદી ભાગોળ.

[ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


શાશ્વત ગાંધી પુસ્તક પંચામૃત ગાંધી દોઢસોમી જન્મજયંતીના અવસરે ઑક્ટોબર,2019માં પ્રકાશિત (પાંચ ગ્રંથોનો સંપુટ) સંકલન : રમેશ સંઘવી સંપુટની કિંમત રૂ. 1,250

વિનોબા જીવનચિંતન પ્રસાદ સંપુટ (બે પુસ્તકોનો સંપુટ) સંકલન : રમેશ સંઘવી સંપુટની કિંમત રૂ. 400

શબ્દવેદ નરસિંહ મહે તાની સમગ્ર કવિતા સંકલન : ઉર્વીશ વસાવડા સંપુટની કિંમત રૂ. 540

મીડિયા પબ્લિકેશન, જૂ નાગઢ દ્વારા પ્રકાશિત પુસ્તક સંપુટ નવજીવન ખાતે ઉપલબ્ધ

नवजीवन નો અક્ષરદેહ [ સપ્ટેમ્બર ૨૦૨૦]

301


‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan

Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા  બ્રાન્ચૹ આશ્રમ રોડ કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15 પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

302

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25 કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

[ સપ્ટેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


303


ગૂજરાત વિદ્યાપીઠની શતાબ્દી

304


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.