Navajivanno Akshardeh October November 2020

Page 1

વર્ષૹ ૦૮ અંકૹ ૧૦-૧૧ સળંગ અંકૹ  ૯૦-૯૧ •  ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦

છૂ ટક કિંમત ઃ _ ૪૦

ગાંધી સાથે સંવાદ

ે ા પ્રશ્નોના જવાબ • ડૉ. પાલીતાણામાં જ ૈન મુનિ સાથે વાતચીત • લેન્જલૉથ અને કેલીને મુલાકાત • મૂલચંદ અગ્રવાલે પૂછલ જૉન મૉટને મુલાકાત • ચાર્લ્સ પેટખ ્ રે અને બીજાઓને મુલાકાત • ડૉ. કૉંગર સાથે મુલાકાત • નિર્મલકુ માર બોઝને મુલાકાત •  એક પાદરી બહે ન સાથે ચર્ચા  • માર્ગારે ટ સેંગર સાથે મુલાકાત • એક મિત્ર સાથે ચર્ચા • એક સાધુ સાથે ચર્ચા • બૅઝિલ મૅથ્યુઝ અને બીજાઓ સાથે ચર્ચા • રોમન કૅ થલિક પાદરી સાથે ચર્ચા • કેળવણીકારો સાથે ચર્ચા • સિંધિયા સ્ટીમ નૅવિગેશન કંપનીના પ્રતિનિધિઓને મુલાકાત • મૉરિસ ફ્રીડમન સાથે ચર્ચા • ટોયોહિકો કાગાવા સાથે વાર્તાલાપ • પારસી શિષ્ટમંડળને મુલાકાત • ચાર્લ્સ ફાબ્રી સાથે ચર્ચા • ભાઈ પરમાનંદ સાથે વાતચીત • શાંતિવાદીઓ સાથે ચર્ચા • એક ચીનવાસી જોડે વાર્તાલાપ • બી. જી. ખેર અને અન્ય સાથે ચર્ચા • ફ્રાન્સિસ જી. હિમનને મુલાકાત પાલીતાણામાં જ ૈન મુનિ સાથે વાતચીત • લેન્જલૉથ અને ે ા પ્રશ્નોના જવાબ • ડૉ. જૉન મૉટને મુલાકાત • ચાર્લ્સ પેટખ કેલીને મુલાકાત • મૂલચંદ અગ્રવાલે પૂછલ ્ રે અને બીજાઓને મુલાકાત • ડૉ. કૉંગર સાથે મુલાકાત • નિર્મલકુ માર બોઝને મુલાકાત •  એક પાદરી બહે ન સાથે ચર્ચા  • માર્ગારે ટ સેંગર સાથે મુલાકાત • એક મિત્ર સાથે ચર્ચા • એક સાધુ સાથે ચર્ચા • બૅઝિલ મૅથ્યુઝ અને બીજાઓ સાથે ચર્ચા • રોમન કૅ થલિક પાદરી સાથે ચર્ચા • કેળવણીકારો સાથે ચર્ચા • સિંધિયા સ્ટીમ નૅવિગેશન કંપનીના પ્રતિનિધિઓને મુલાકાત • એક શાંતિવાદી સાથે ચર્ચા •  મૉરિસ ફ્રીડમન સાથે ચર્ચા • ટોયોહિકો કાગાવા સાથે વાર્તાલાપ • પારસી શિષ્ટમંડળને મુલાકાત • ચાર્લ્સ ફાબ્રી સાથે ચર્ચા

305


વર્ષૹ ૦૮ અંકૹ ૧૦-૧૧ સળંગ અંકૹ  ૯૦-૯૧ •  ઑક્ટો. – નવે. ૨૦૨૦ છૂ ટક કિંમત ઃ _ ૪૦ તંત્રી

 સંપાદકીય. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૦૭

સંપાદક

૧. પાલીતાણામાં જ ૈન મુનિ સાથે વાતચીત. . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૦૮

વિવેક દેસાઈ કિરણ કાપુરે

૨. લેન્જલૉથ અને કેલીને મુલાકાત . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૦૯

પરામર્શક

૩. મૂલચંદ અગ્રવાલે પૂછલે ા પ્રશ્નંોના જવાબ. . . . . . . . . . . . . . . . . . . . . . ૩૧૨

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર આવરણ ૧ ગાંધી સાથે થયેલા સંવાદની અંકમાં સમાવેલી યાદી આવરણ ૪ પ્રેમ અને મજૂ રી

[हरिजनबंधु : ૧૮-૧૧-૧૯૩૪ ]

૪. ડૉ. જૉન મૉટને મુલાકાત. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૧૩ ૫. ચાર્લ્સ પેટ્રેખ અને બીજાઓને મુલાકાત. . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૧૭ ૬. ડૉ. કૉંગર સાથેની મુલાકાત. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૨૩ ૭. નિર્મલકુ માર બોઝને મુલાકાત. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૨૫ ૮. એક પાદરી બહે ન સાથે ચર્ચા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૨૮ ૯. માર્ગરે ટ સૅંગર સાથે મુલાકાત. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૩૦ ૧૦. એક મિત્ર સાથે ચર્ચા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૩૫ ૧૧. એક સાધુ સાથે ચર્ચા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૩૭ ૧૨. બૅઝિલ મૅથ્યુઝ અને બીજાઓ સાથે ચર્ચા. . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૩૭

વાર્ષિક લવાજમ ઃ

૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/(વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું

૧૩. રોમન કૅ થલિક પાદરી સાથે ચર્ચા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૪૨ ૧૪. કેળવણીકારો સાથે ચર્ચા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૪૬ ૧૫. એક કેળવણીકાર સાથે ચર્ચા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૪૭ ૧૬. સિંધિયા સ્ટીમ નૅવિગેશન કંપનીના પ્રતિનિધિઓને મુલાકાત. . . . . . . . . . . . ૩૪૯ ૧૭. મૉરિસ ફ્રીડમન સાથે ચર્ચા . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૫૧

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ૮. ટોયોહિકો કાગાવા સાથે વાર્તાલાપ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૫૨ ૧ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ ૧૯. પારસી શિષ્ટમંડળને મુલાકાત . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૫૫ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ ૨૦. ચાર્લ્સ ફાબ્રી સાથે ચર્ચા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૫૮ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

૨૧. ભાઈ પરમાનંદ સાથે વાતચીત. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૬૩ ૨૨. શાંતિવાદીઓ સાથે ચર્ચા . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૬૬

૨૩. એક ચીનવાસી જોડે વાર્તાલાપ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૬૮ ૨૪. બી. જી. ખેર અને અન્ય સાથે ચર્ચા . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૭૧ ૨૫. ફ્રાન્સિસ જી. હિકમનને મુલાકાત. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૭૯ ૨૬. પુસ્તકોના સાધક જયંત મેઘાણીને શ્રદ્ધાંજલિ : ‘આવતી વખતે’ . . અપૂર્વ આશર ૩૮૨ ૨૭. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . . . . . . . . .ચંદુલાલ ભ. દલાલ ૩૮૪

306


ગાંધી સાથે સંવાદ

જાહે રજીવન દરમિયાન ગાંધીજી અસંખ્ય લોકોના સંપર્કમાં આવ્યા અને તે સંપર્કનો

સેતુ તેમનાં લખાણો, પત્રો, ભાષણો અને સંવાદો બન્યાં છે. ગાંધીજીનાં લખાણો, પત્રો અને વક્તવ્યોનું સાહિત્ય ઠીક ઠીક ગોઠવાયેલું મળે છે, પણ તેમણે વિશ્વના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને નિષ્ણાતો સાથે કરે લા સંવાદોનાં સંપાદનનું કાર્ય હજુ થયું નથી. આ અંક તે તરફનો પ્રયાસ છે. આ વિષય પર અભ્યાસ આરં ભ્યો ત્યારે જાણ્યું કે ગાંધીજીના જાહે રજીવન કાળમાં શરૂઆતનો સમય જ ેમ લખાણ અને વક્તવ્યોનો રહ્યો તેમ પછીના સમયમાં વિવિધ ક્ષેત્રના લોકો સાથેના સંવાદનું પ્રમાણ વધતું દેખાય છે. તત્કાલીન જગતની વિવિધ ક્ષેત્રોની હસ્તીઓને ગાંધીજી મળ્યા છે અને તેમની સાથે કેટલાંક સંવેદનશીલ વિષયો પર ચર્ચા કરી છે. આ ચર્ચા અમૂલ્ય દસ્તાવેજ છે. અહીં નોંધવું રહ્યું કે ગાંધીવિચારના કેન્દ્રસમું પુસ્તક હિં દ સ્વરાજ નું સ્વરૂપ પણ ગાંધીજીએ અધિપતિ-વાચકના સંવાદથી જ ઘડ્યું છે. વિમર્શ માટે ગાંધીજી હં મેશાં ઉદાર રહ્યા છે અને એટલે જ નવજીવન, હરિજન સામયિકોમાં પણ તેમને પુછાતા વાજબી પ્રશ્નોના તેઓએ વિસ્તૃત જવાબ આપ્યા છે. આ પ્રકારનાં સંવાદ-વાતચીત-ચર્ચા-વિમર્શ ગાંધીજી સાથે થયાં છે તે મહાદેવ દેસાઈ, પ્યારે લાલ અને અન્ય દસ્તાવેજકારોના કારણે યોગ્ય રીતે દસ્તાવેજિત થયાં છે, જને​ે કારણે આ કાર્ય શક્ય બન્યું છે. આ દસ્તાવેજિત સંવાદોના સંપાદનમાં ‘ગાંધીજીનો અક્ષરદેહ'ના 82 ગ્રંથોને આવરી લીધા છે. જોકે પ્રથમ વાર જ્યારે તેમાંથી આવા સંવાદોની સંખ્યા તારવી ત્યારે તે સ્વાભાવિક રીતે વધુ આવી. પછીથી તેમાં પૃષ્ઠમર્યાદાને અનુલક્ષીને પસંદગી હાથ ધરી. જુ દાં જુ દાં ક્ષેત્રો અને મુદ્દા આવરી લેવાય તે રીતે અંતે તેમાંથી 25 સંવાદોની પસંદગી કરવામાં આવી છે, જ ે તમારી સમક્ષ છે. ગાંધી સાથે થયેલી આ વાતચીતમાં ગાંધીવિચારનું હાર્દ, વર્તમાન સંદર્ભ અને શાશ્વત બાબતોના માપદંડના આધારે સંપાદન કર્યું છે. ઉપરાંત તમામ વાતચીતનું સ્વરૂપ વેગવેગળું છે. ક્યાંક મુદ્દાસર પ્રશ્નોના જવાબ છે તો કોઈ સંવાદમાં અનૌપચારિક વાતચીત છે તો વળી ક્યાંક એકસાથે પ્રશ્નો પુછાયા છે અને પછી એકસાથે તેના જવાબ ગાંધીજીએ આપ્યા છે. ગાંધીજી સાથે સંવાદમાં આવતાં ઘણાંખરાં નામોની પુષ્ટિ થઈ શકી નથી, પણ વાતચીતમાં વિક્ષેપ ન પડે તે માટે યથાવત્ રાખ્યાં છે. ઉપરાંત, જ ેમની સાથે ગાંધીજીએ વાતચીત કરી છે તે બધાની ઓળખ મૂળ સંદર્ભમાં આપી છે તેટલી જ અહીં આપી છે. ક્રમ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ મુજબ રાખ્યો છે. નવજીવન દ્વારા ગાંધી151 પર્વની ઉજવણી થઈ રહી છે અને તેમાં સાબરમતી મધ્યસ્થ ેલના જ બંદીવાનોની ગાંધીપરીક્ષા સહિત ‘મારામાં ગાંધી હજુ જીવે છે!’ જ ેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. નવા વર્ષની સૌ વાચકોને શુભેચ્છાઓ. આ અંક દ્વારા ગાંધીસાહિત્યના એક નવા બિંદુને સ્પર્શવાનો જ ે પ્રયત્ન છે તે સૌને ગમશે તેવી આશા સાથે. — સંપાદક

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

307


પાલીતાણામાં જૈન મુનિ સાથે વાતચીત ગાંધીજીએ પાલીતાણામાં મુનિશ્રી કપૂરવિજયની મુલાકાત લીધી હતી. લાલન ગાંધીજી સાથે હતા. તેમણે મુનિશ્રીને પૂછ્યું કે મુનિને રેં ટિયો કાંતવાની કોઈ મનાઈ છે? મુનિશ્રીએ હા પાડી અને કહ્યું કે પરમ અહિં સા પાળવાનો દાવો કરતો મુનિ રેં ટિયો ફે રવી શકે નહીં. પછી ગાંધીજીએ ચર્ચા ઉપાડી. [ગાં૰] એટલે લાલન એનો દાવો ન કરતા

હોય તો જ ચલાવી શકે? અહિં સાધર્મનો એમાં ક્યાં ત્યાગ થાય છે એ હં ુ નથી સમજી શકતો. સાધુ ગृહસ્થની જ ેમ સ્વાર્થને અર્થે કશું ન કરે તે સમજી શકાય, પણ પરમાર્થને અર્થે તો તે રેં ટિયો પણ ફે રવે. એક દાખલો લઈએ. સાધુ રાત્રે બહાર ન નીકળી શકે, પણ ધારો કે રાત્રે પડોશીનું ઘર સળગે તો સાધુ ઘરમાં ભરાઈ રહે , પડોશીને પાણીની મદદ ન દે, તે અહિં સાનું પાલન નથી, પણ હિં સા છે એમ હં ુ માનું. તે જ રીતે દુષ્કાળનો અવસર હોય, અને તે વેળા દુકાળિયાને અમુક કામ કરીને જ ખાવાનું મળે એમ હોય તો તેને તે કામ કરી બતાવવું એ ધર્મ થઈ પડે. લોકો પાણી વિના ટળવળતા હોય પણ કોઈનાં કોદાળીપાવડો લઈને ખોદવાની મરજી ન થતી હોય તો સાધુએ કોદાળીપાવડો ઉપાડીને પેલાઓને બોધ આપ્યે જ છૂટકો, તમે ખોદો એટલું કહ્યે ન ચાલે. તમે પાણીનું એકે ટીપું પીવા ન ઇચ્છતા હો છતાં કોદાળીપાવડો લઈને તૈયાર થઈ જાઓ, અને લોકોને પાણી પાઓ ત્યારે જ જંપો એ અહિં સા. તમારી પીવાની જરાયે ઇચ્છા ન હોય, પણ લોકોને પાયા પછી તમે પીઓ તેની અડચણ નહીં. એમ સાધુ અનેક વસ્તુઓ પરમાર્થ દૃષ્ટિથી કરી શકે છે, કરવાનો તેનો ધર્મ થઈ 308

પડે છે. એ જ રીતે આજ ે હિં દુસ્તાનમાં ભૂખમરો વ્યાપેલો છે, રેં ટિયો ચલાવ્યે ગરીબના પેટમાં રોટલો જઈ શકે છે, દરે ક નિરુદ્યમીને કાંતતો કરવો એ ધર્મ થઈ પડ્યો છે, ત્યારે સાધુ ન કાંતે, અને કાંતવાનો ઉપદેશ કરે તે કેમ ચાલે? જ ે વસ્તુ તેમને કરવા જ ેવી નથી લાગતી તે લોકો શા સારુ કરે ? એટલે સાધુનો તો એ ધર્મ થઈ પડ્યો છે કે મૂંગે મોઢે તે રેં ટિયો લઈને બેસી જાય, અને ચલાવ્યા જ કરે . કોઈ તેની પાસે આવીને ઉપદેશ માગે તો તેને જવાબ સુધ્ધાં ન દે, બીજી વાર પૂછ,ે ત્રીજી વાર પૂછ ે તોપણ ન દે, આખરે મૌન તોડીને તે કહે કે ભાઈ, આટલું કરવા સિવાય બીજો કશો ઉપદેશ આપવાનો મારી પાસે નથી. એટલે અપ્રમત્ત, જાગ્રત સાધુનો એ જ ધર્મ રહ્યો. સંભવ છે કે કોઈ સાધુને આમાંથી સ્વાર્થ થાય તો તેનું પતન યોગ્ય જ છે. તે નિરુદ્યમી રહીને જગતને ભારે મારતો હતો તે ઊલટો ઉદ્યમી થઈને પોતાની આજીવિકાને માટે પરિશ્રમ કરશે. એકાંતિક અહિં સાની વાત મને કબૂલ છે. પણ એ એકાંતિક અહિં સા તે કેવી? આજ ે તો સાધુઓ ગૃહસ્થની જ ેમ ખાયપીએ છે, કપડાં પહે રે છે, પ્રજાએ તેમને માટે જ ે અપાસરા બંધાવ્યા છે તેમાં તેઓ રહે છે. તો તેમણે પ્રજાના જીવનમાં ભાગ લેવો જ રહ્યો. આજ ે જ ે વસ્તુ કરવામાં પ્રજાની ભારે માં ભારે સેવા રહે લી છે તેમાં તેમણે ભાગ આપવો જ રહ્યો. મુનિશ્રી૰ ત્યારે એ આપત્તિધર્મ થયો. [ગાં૰] ના; આપત્તિધર્મ નહીં, યુગધર્મ. આજ ે

યુગનો ધર્મ કાંતવાનો છે. અને જ્યાં સુધી મુનિ પોતાની જીવનયાત્રા માટે સમાજ ઉપર આધાર

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


રાખે છે ત્યાં સુધી તેણે યુગધર્મનો આચાર દ્વારા પ્રચાર કરવો રહ્યો. આજ ે તો પ્રજાએ ઉત્પન્ન કરે લા ચોખા, પ્રજાએ ચડાવેલો ભાત તમે ખાઓ છો, પ્રજાનાં ઉત્પન્ન કરે લાં કપડાં તમે પહે રો છો. પણ જો તે અનાયાસે ક્યાંક પડેલું ધાન ખાઈ લેતો હોય, કપડાંની દરકાર કરતો ન હોય, અને સમાજનો સંપર્ક પણ તજી ક્યાંક અગમ્ય, અગોચર ગુફામાં પડ્યો હોય તેની વાત જુ દી છે. તે ભલે યુગધર્મ ન પાળે. બાકી આજ ે તો સમાજમાં વસનારા અને જીવનારા સંન્યાસીને પણ હં ુ એ જ કહં ુ . ત્રાવણકોરમાં હં થિય્યાઓના1 ગુરુ જ ે સંન્યાસી છે તેને કહી

આવ્યો કે તમારી આગળ ખાદી પહે ર્યા વિના આવે તેને શિષ્ય તરીકે સ્વીકારશો જ નહીં, એટલે તમારી પાસે ભીડ થતી પણ અટકશે. આપની પાસે પણ એ ઇચ્છું. સંભવ છે કે આથી દંભીઓને ઉત્તેજન મળે. પણ તેમ તો શ્રીમદ્ રાજચંદ્રની આસપાસ પણ શું દંભીઓ નહોતા જોવામાં આવતા? દંભીઓ થાય તો તેથી આપણને નુકસાન નથી, દંભીને જ નુકસાન છે.

મુનિશ્રી૰  મેં આ બાબતનો આટલી સૂક્ષ્મ રીતે વિચાર નથી કર્યો. વિચાર કર્યા પછી હં ુ આપની સાથે ચર્ચા કરીશ. [મૂળ ગુજરાતી] नवजीवन, ૧૨–૪–૧૯૨૫ 

લેન્જલૉથ અને કે લીને મુલાકાત ધ ફે લોશિપ ઑફ ફે ઇથ્સ, લીગ ઑફ નેબર્સ, અને યુનિયન ઑફ ઈસ્ટ ઍન્ડ વેસ્ટ — એ સંસ્થાઓ તરફથી ગાંધીજીને અમેરિકા આવવાના નિમંત્રણનો ઠરાવ ગાંધીજીને હાથોહાથ આપવા માટે ખાસ પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવેલાં મિસિસ લેન્જલૉથ અને મિસિસ કેલી ગયા અઠવાડિયામાં ગાંધીજીને મળ્યાં. દેખીતી રીતે જ તેઓ જવાબ માટે તૈયાર થઈને આવ્યાં હતાં, પણ ઠરાવ તો આપવાનો જ હતો. ઠીક ઠીક અચકાતાં અચકાતાં મિસિસ કેલીએ કહ્યું : “આપ અમેરિકા ન આવો, મિ. ગાંધી? આપને સ્વમુખે જ આપનો સંદેશો સાંભળવો અમને ખૂબ ગમશે. હં ુ જાણું છુ ં કે પૈસો આપને મન કોઈ વાત નથી,

પણ હં ુ એટલું કહી શકું કે તમે જો આવો તો અહીંના આપના કામ માટે આપને આર્થિક મદદ અપાવવામાં આપની મુલાકાત અમને મદદરૂપ થઈ શકે. એવાં ખાનગી કુ ટુબ ં ો ત્યાં છે જ ે આપ ત્યાં રહો તે દરમિયાન આપનું આતિથ્ય કરવા અને આપની સંભાળ રાખવા તૈયાર છે.

[ગાંધીજી] : હં ુ જાણું છુ ં કે જો હં ુ અમેરિકા આવું જ તો મને પ્રેમથી નવડાવવામાં આવે. પણ મેં બીજા મિત્રોને સમજાવ્યું છે તેમ, મારું અહીંનું કામ પૂરું કર્યા વિના ત્યાં જવાનો વિચાર હં ુ ન કરી શકું. મારે મારા જ લોકો વચ્ચે કામ કરતા રહે વું જોઈએ અને મારા એ માર્ગમાંથી વિચલિત

1. મદ્રાસની અસ્પૃશ્ય મનાતી એક જાતિ.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

309


ન થવું જોઈએ. હમણાં જ ડૉ. વૉર્ડે મને લખી જણાવ્યું કે આપની ત્યાંની યાત્રા આજની પરિસ્થિતિમાં ખાસ ઉપયોગી નહીં નીવડે, એ વિચારમાં હં ુ આપની સાથે સંમત છુ .ં અને તમને નથી લાગતું કે તેઓ સાચા છે? હં ુ જાણું છુ ં કે મને સાંભળવા મારી આસપાસ ટોળેટોળાં ઊભરાય, જ્યાં જાઉં ત્યાં મને આદરમાન મળે, પણ મારી યાત્રાનું એથી વિશેષ કોઈ પરિણામ ન આવે. [કેલી :] આપને નથી લાગતું, મિ. ગાંધી, કે અમે આપનો સંદેશો ઝીલવા તૈયાર છીએ? ફે લોશિપ ઑફ ફે ઇથ્સના આશ્રયે આપને નિમંત્રણ આપવાનો વિચાર કરવા મળેલા સંમેલનની સંખ્યા જુ ઓ. ઓછામાં ઓછા દશ ધર્મસંપ્રદાયોનું પ્રતિનિધિત્વ ત્યાં થયું હતું, અને જ્યારે આપને વિશેનું એક વ્યાખ્યાન ત્યાં રે ડિયો પર પ્રસારિત કરવામાં આવ્યું ત્યારે લાખો લોકોએ તે ખૂબ રસથી સાંભળ્યું. મિ. જૉન હે ઇન્સ હોમ્સ પણ આપ ત્યાં આવો એમ આગ્રહપૂર્વક ઇચ્છે છે. અમે વિકાસ કરી રહ્યાં છીએ અને એ વિકાસની ગતિ અમે વધારવા માગીએ છીએ.

[ગાંધીજી] : હં ુ જાણું છુ ં કે તમે વિકાસ કરી રહ્યાં છો. પણ વ્યાખ્યાનઝુંબેશો અને આતશબાજીના દેખાવોથી ઉત્તેજિત કરાયેલા વિકાસ કરતાં ધીમો, એકધારો વિકાસ વધુ સંગીન નીવડશે. હાલ તો તમારે મારાં લખાણોમાંથી મારા સંદેશાનો અભ્યાસ કરવો જોઈએ અને જો તમને તે સ્વીકાર્ય લાગે તો તેને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારા પોતાના લોકોને મારા સંદેશા પ્રમાણે જીવન જીવતા ન કરી શકું ત્યાં સુધી તમને તે મુજબ જીવન જીવતા કરવાની આશા મારાથી ન રાખી શકાય. તેથી મારા જીવનની પળેપળ અહીં ઉપયોગી કામોમાં વપરાય છે, અને જો હં ુ મારું કામ છોડી અમેરિકા જાઉં તો મારા 310

અંતરાત્મા પર મારે હાથે જ જુ લમ થાય.

મિસિસ કેલી અને મિસિસ લેન્જલૉથને ગળે વાત ઊતરી હોય એમ લાગ્યું, અને પછી તેઓ જતાં પહે લાં એકાદ-બે પ્રશ્ન પૂછવા લાગ્યાં : “મિ. ગાંધી, એ વાત સાચી છે કે આપ પ્રત્યાઘાતી છો? મેં આપના જ કેટલાક લોકોને એમ કહે તા સાંભળ્યા છે.” [ગાં૰] મને પ્રત્યાઘાતી કહે નારા કયા અર્થમાં

એ શબ્દ વાપરે છે? જો તેઓ એમ કહે વા માગતા હોય કે હં ુ સત્યાગ્રહી છુ ં અને કાનૂનભંગી છુ ,ં તો આ બધાં વર્ષો મેં તે જ કામ કર્યું છે. જો તેઓ એમ કહે વા માગતા હોય કે મેં બીજી બધી પદ્ધતિઓ છોડીને રેં ટિયો જ ેનું પ્રતીક છે એવી અહિં સા અપનાવી છે, તો તેઓ સાચા છે.

મિસિસ કેલી આનો જવાબ ન આપી શક્યાં પણ પછી તેમણે જ ે પ્રશ્નો પૂછ્યા તે પરથી તેમના મનમાં શું હતું તે હં ુ સારી રીતે કલ્પી શક્યો. હે નરી ફૉર્ડ પોતાની વિલક્ષણ આત્મકથામાં તેઓ જ ેમને “પ્રત્યાઘાતી” કહે છે એવા, જુ નવાણી સમાજરચના તરફ પીછેહઠ કરવા માગતા સુધારકોના એક વર્ગની વાત કરે છે. અને પછી મિસિસ કેલીનો બીજો પ્રશ્ન એ હતો કે આપ રે લગાડી, સ્ટીમર અને એવાં બીજાં ઝડપી મુસાફરીનાં સાધનોનો વિરોધ કરો છો એ સાચું છે? [ગાં૰] એ સાચું છે અને નથી. हिंद स्वराज्य

નામની મારી એક ચોપડીમાં મેં આ બાબતમાં મારા વિચારો વિસ્તારથી સમજાવ્યા છે. એ પુસ્તક ખરે ખર તમારે મેળવવું જોઈએ. આદર્શ પરિસ્થિતિમાં આપણે આ સાધનોની જરૂર ન હોવી જોઈએ એ અર્થમાં એ સાચું છે. પણ આજના જમાનામાં આપણી જાતને આ બધી વસ્તુમાંથી મુક્ત કરવાનું સહે લું નથી તેટલા પૂરતું એ સાચું નથી. પણ એ બધાં

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ઝડપી વાહનોથી દુનિયા રજમાત્ર પણ સુધરી છે ખરી? આ બધાં સાધનો માણસની આધ્યાત્મિક પ્રગતિને કઈ રીતે વધારે છે? છેવટે એ બધાં એને રૂંધતાં નથી? અને માણસની મહત્ત્વાકાંક્ષાને કોઈ મર્યાદા છે ખરી? એક જમાનામાં આપણે કલાકે થોડા માઈલની મુસાફરી કરી શકતા તેથી સંતોષ માનતા, આજ ે આપણે કલાકે સેંકડો માઈલ જવા ઇચ્છીએ છીએ, ભવિષ્યમાં એક દિવસ આપણે અવકાશમાં ઊડવાની પણ ઇચ્છા રાખીશું. એનું પરિણામ શું આવશે? અંધાધૂંધી. આપણે એકબીજા સાથે અથડાશું-કુ ટાશું, આપણે છેક ગૂંગળાઈ મરીશું.

આજ ે બે સૌજન્યશીલ વ્યક્તિઓ અમેરિકાથી એક પ્રેમપૂર્ણ સંદેશો લઈને આવે છે. પણ એ બેની સાથે સાથે બીજા અનેક પ્રકારના બસો હે તુઓ પણ આવે છે. આપણે જાણવું જોઈએ કે તેમાંની મોટી સંખ્યા કદાચ શોષણના બીજા માર્ગો શોધવા જ આવતી હોય. ત્યારે ઝડપી વાહનવ્યવહારનો હિં દને આવો ફાયદો છે? સમજી, પણ હવે આપણે આદર્શ પરિસ્થિતિ તરફ પાછા કેવી રીતે જઈ શકીએ? [ગાં૰] સરળતાથી તો નહીં જ. અત્યારે તો આપણે ભયંકર ઝડપે જતી એક્સ્પ્રેસ ગાડીમાં બેઠા છીએ. તેમાંથી આપણે એકદમ કૂ દીને બહાર આવી શકીએ એમ નથી. આમ આદર્શ સ્થિતિએ આપણે એક છલાંગે પાછા ન જઈ શકીએ. આપણે તે સ્થિતિએ પહોંચવાની કોઈક દિવસ આશા રાખી શકીએ. ટૂ કં માં, જો એ ખરે ખર પ્રત્યાઘાતી વલણ જ હતું તો એનો અર્થ વ્યવહારુ બુદ્ધિ તરફ પાછા વળવાનો હતો, એનો અર્થ વ્યવહારુ બુદ્ધિને હાલના અસ્વાભાવિક ક્રમથી ભિન્ન એવા સ્વાભાવિક ક્રમ પર પાછા લાવવાનો હતો; ટૂ કં માં કહીએ તો બધું ઊંધુંચત્તું થયેલું કે બધું સડી ગયેલું નહીં, પણ બધું યોગ્ય સ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવેલું જોવાનો હતો. પણ હં ુ નથી માનતો કે એ મિત્રો દલીલનો ભાવ બરાબર સમજ્યાં હોય, કારણ કે તેઓ પણ અવકાશમાં ઝડપી સફર કરનારાં હતાં. તેમને ગાડી પકડવાની હતી, અને સ્ટેશને પહોંચવામાં ખૂબ જ મોડાં થવાની દહે શત હતી! [મૂળ અંગ્રેજી] यंग इन्डिया, ૨૧–૧–૧૯૨૬

પણ આમજનતા આ વસ્તુઓ ઇચ્છે છે? [ગાં૰] જરૂર તે ઇચ્છે છે. રજાના દિવસોએ

અને રવિવારોએ લોકોનાં ટોળેટોળાંને મેં લગભગ ગાંડાં બનતાં જોયાં છે. લંડનમાં દરે ક વળાંક પર મોટરોની સળંગ લાંબી કતાર એક તદ્દન સામાન્ય દૃશ્ય છે. અને આ બધી ઉપાધિ અને ખતરનાક ઉતાવળ શા માટે? કયા ધ્યેય માટે? હં ુ તમને કહં ુ કે કોઈ આકસ્મિક દુર્ઘટનાને લઈને આ બધાં સાધનો નષ્ટ થઈ જાય તો મારી આંખમાંથી આંસુનું એક ટીપુંયે ન પડે. હં ુ તો એમ કહં ુ કે એ તોફાન ભલે આવ્યું, આવી સફાઈની જરૂર હતી. પણ ધારો કે તમારે કલકત્તા જવાની જરૂર પડી. તો તમે રે લવે સિવાય બીજી કઈ રીતે ત્યાં જશો? [ગાં૰] અલબત્ત, રે લથી જ જઈશ. પણ મારે કલકત્તા જવાની જરૂર જ શા માટે પડે? મેં કહ્યું તેમ, આદર્શ પરિસ્થિતિમાં મારે આટલાં લાંબાં અંતર કાપવાનાં હોય જ નહીં, અને તે ટૂ કં ામાં ટૂ કં ા સમયમાં તો નહીં જ. મારી વાત સમજાવું.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

311


મૂલચંદ અગ્રવાલે પૂછેલા પ્રશ્નંોના જવાબ [પ્ર.] આપ એવું માનો છો ખરા કે પ્રકૃતિ, આત્મા અને ઈશ્વર એ ત્રણ તત્ત્વો અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે?

[ઉ.] જરૂર એવું માનું છુ ,ં પણ ‘અલગ’ શબ્દ મને ખંૂચે છે, કેમ કે એ ત્રણે નામથી અલગ હોવા છતાં એક જ તત્ત્વનાં બનેલાં છે.

આત્મા એક છે કે અનેક? એ તદ્દન અલગ અસ્તિત્વ ધરાવે છે કે એ પરમાત્માનો એટલે કે પ્રભુનો એક અંશ છે? [ગાં૰] આત્મા દેખાય છે તો અનેક. પણ

આ દેખાતી ભિન્નતા નીચે એક તાત્ત્વિક એકતા રહે લી છે.

જ ેમ અગ્નિનો તણખો, પાણીનું ટીપું, અથવા સોનાની રજ જ ે આખા જથ્થામાંથી છૂટાં પડે છે તે તેના બધા ગુણો ધરાવે છે તેવી જ રીતે જો આત્મા પરમાત્માનો અંશ હોય તો તે પરમાત્માની માફક જ સર્વજ્ઞ હોવો જોઈએ, તમામ દૂષણોથી તદ્દન મુક્ત હોવો જોઈએ અને એનામાં પરમાત્માનાં બધાં લક્ષણો હોવાં જોઈએ. [ગાં૰] આત્મા એના અસલ સ્વરૂપે તો

તમામ દોષોથી મુક્ત હોય છે, પરં તુ પોતાના મૂળ પ્રવાહથી વિખૂટું પડેલું પાણીનું ટીપું કોઈ ગંદા તળાવડામાં ભળેલું જણાતાં તે ક્ષણ પૂરતું જ ેમ એ તળાવડાની ગંદકીથી રં ગાયેલું માલૂમ પડે છે તેવી જ રીતે, આત્માને પણ પોતાના અસલ સ્વરૂપથી વિખૂટા પડ્યા પછી એની આસપાસના વાતાવરણના દોષો અને બીજી તમામ પ્રકારની મર્યાદાઓનો રં ગ લાગે છે. આપણે ઘણી વાર જોઈએ છીએ કે માણસ પાપકૃ ત્યો કરે છે. એ પાપ ક્યાંથી આવે છે?

312

[ગાં૰] આપણે એટલું જાણીને સંતોષ લેવો

જોઈએ કે આ દુનિયામાં પાપ છે અને તે આપણે કરવાનું નથી. જો આપણે એનું મૂળ જાણતા થઈશું તો તો આપણે સર્વશક્તિમાન ઈશ્વર જ બની જઈશું. પરં તુ અત્યારે તો આપણે ગંદા તળાવડાના પાણીના પેલા ટીપાની કમનસીબ અવસ્થામાં છીએ, એટલે જ્યાં સુધી આપણે પાપકર્મોના કરનારા છીએ ત્યાં સુધી એનાં ફળ પણ આપણે ભોગવવાં જ રહ્યાં.

આ જગતમાં આપણે ભાતભાતના લોકો છીએ. જ ે લોકો મહે નત કરે છે અને સારાં કામો કરે છે એમને સારો બદલો મળે છે. અને ખોટાં ને બૂરાં કામો કરનારને શિક્ષા થાય છે તથા દુઃખ વેઠવાનું આવે છે. આ બધું જ કર્મના સિદ્ધાંત પ્રમાણે બન્યે જાય છે. અત્યારે હિં દુસ્તાનમાં ખેડૂત કે મજૂ રને પડે છે તેમ માણસને જ્યારે દુઃખ પડે છે ત્યારે તે એનાં પોતાનાં પૂર્વનાં કર્મોને લીધે પડતું હોય છે, ઈશ્વરની મરજી એવી હોય છે. તો એને દુઃખ ન પડે તે માટે એને મદદ કરીને આપણે ઈશ્વરની મરજીની આડે શા માટે આવવું જોઈએ? [ગાં૰] જો હિં દુસ્તાનનો ખેડૂત આપણાથી

અલગ હોત અને કોઈ પર્વતની ટોચે બેઠલ ે ો હોત તો કદાચ એની દશા માટે આપણે જવાબદાર ન ગણાત. પરં તુ એ ખેડૂત આપણા જ સમાજમાં વસતો હોવાથી જ ેમ પેલા તળાવડાનું જળબિંદુ એની ગંદકીની જવાબદારીથી મુક્ત થઈ શકતું નથી તેવી જ રીતે આપણે ખેડૂતની દુર્દશાની જવાબદારીથી આપણી જાતને મુક્ત ગણી

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


શકતા નથી. તમે એમ પૂછતા હો કે ઈશ્વર આવી દુર્દશા શા માટે ચલાવી લે છે, તો એનો જવાબ એ છે કે એ તો એ પોતે જ જાણે છે. અને હં ુ નથી જાણતો એને હં ુ એની કૃ પા સમજુ ં છુ .ં

અસ્તિત્વ પણ એના છેક છેડાના પડોશીઓની મદદથી ભોગવતું હોય છે, કારણ કે એના નજીકના પડોશીઓને વળી એમના પડોશીઓ ઉપર આધાર રાખવો પડે છે અને એ રીતે છેવટ સુધી હોય છે.

મદદ કરીએ તે જ કારણસર, જ ેમને આપણે અજ્ઞાનને લીધે આપણાં સગાં ગણવાની ના પાડીએ છીએ તેવાં સૌને મદદ કરવાની આપણી ફરજ છે. આપણે તો પેલા જળબિંદુ જ ેવા છીએ. એ જળબિંદુ એનું એવું ગંદું

જાત ઉપર શાસન કરે એનું નામ જ આખા દેશનું સ્વરાજ.

બીજા લોકોના ભલા માટે આપણી શક્તિઓ ખર્ચી નાખવાને બદલે એનો ઉપયોગ જ્ઞાન મેળવવામાં કે આપણા પોતાના માટે અથવા બહુ બહુ તો આપણાં સગાંવહાલાં ને પડોશીઓ માટે ધન કમાવામાં ન કરવો જોઈએ? અને તે પણ એટલા કારણસર કે જરૂર પડે ત્યારે તેઓ આપણને મદદ કરે ? [ગાં૰] જ ે કારણે આપણાં સગાંસંબંધીઓને

આપ પોતે, તેમ જ બીજા બધા કહો છો કે સ્વરાજ્યનો અર્થ પોતાની જાતને કાબૂમાં રાખવી, સુધારવી, હોય તેના કરતાં સારી કે શુદ્ધ બનાવવી એવો થાય છે. અને એ દેખીતું પણ છે કે જો માણસ પોતાની જાતને કાબૂમાં રાખે, શુદ્ધ કરે કે સુધારે તો સમાજ અથવા રાષ્ટ્ર આપોઆપ સુધરી જાય, કેમ કે રાષ્ટ્ર વ્યક્તિઓનું જ બનેલું છે. [ગાં૰] વાત સાચી છે. વ્યક્તિ પોતાની

[મૂળ અંગ્રેજી] છબી પરથી : જી. એન. ૭૬૫ 

ડૉ. જૉન મૉટને મુલાકાત [ડૉ. મૉટ :] જગતની પ્રગતિ માટે હિં દુસ્તાન જ ે કંઈ ફાળો આપી શકે તેમાં આપની દૃષ્ટિએ સૌથી મૂલ્યવાન શું?

[ગાંધીજી ઃ] અહિં સા; ઇતિહાસે કદી ન જોયુંજાણ્યું હોય એટલા મોટા પ્રમાણમાં આ દેશ આજ ે અહિં સાનો પદાર્થપાઠ આપી રહ્યો છે. અહિં સા ન હોત તો દેશમાં દાવાનળ ફાટી નીકળત; એવા દાવાનળ માટે સરકાર તરફથી પૂરતી અને ગંભીર ઉશ્કેરણી મળતી

રહી છે. આ દેશમાં એવો પણ એક પંથ બેશક છે જ, જ ેને હિં સામાં શ્રદ્ધા છે, પરં તુ એ તો પ્રજાશરીર પરનું ચાંદુંમાત્ર છે. એ પંથ ફૂલેફાલે એવી ભૂમિ જ દેશમાં નથી. દેશના ભાવિ માટે આપને ચિંતા કેમ રહે છે? [ગાં૰] બાઇબલની ભાષામાં કહં ુ તો અમારી

બેપરવાઈ અને હૃદયની નઠોરતાના કારણે; જનતા અને જનતાની ગરીબી તરફના અમારા વલણમાં આ બંને વૃત્તિઓનો નમૂનો

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

313


દેખાય છે. અમારા યુવાનોમાં ઉદાત્ત ભાવનાઓ અને આકાંક્ષાઓ તો ખૂબ છે, પરં તુ એ આદર્શોએ હજી મૂર્ત વ્યવહારુ આકાર નથી લીધો. દાખલા તરીકે અમારા યુવાનોને સત્ય તથા અહિં સામાં જીવંત અને સક્રિય શ્રદ્ધા હોત તો અમે આજ સુધીમાં ઘણા આગળ વધ્યા હોત. તેમ છતાં અમારા બધા જ યુવકો બેપરવા નથી. અમારાં કેળવાયેલાં યવક-યુવતીઓમાંથી ઘણાંએ મને ગાઢ સહકાર ન આપ્યો હોત તો હં ુ આટલો અને આવો જનસંપર્ક ન સાધી શક્યો હોત તથા દેશવ્યાપી લોકસેવા ન કરી શક્યો હોત; આ વર્ગ લોટમાં મોણની માફક જનતામાં ભળી જઈ સમય આવ્યે આખી પ્રજાને પલટાવી શકશે એ આશા જ મને ટકાવી રહી છે. આ પછી તેઓ ભારતને એક રાષ્ટ્ર તરીકે ઘડવામાં હિં દુ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મે આપેલા વિશિષ્ટ ફાળાની વાત પર આવ્યા. [ગાં૰] ભારતની સંસ્કૃતિમાં હિં દુ ધર્મની

સૌથી વિશિષ્ટ અને મોટામાં મોટી દેન અહિં સા ધર્મની છે. છેલ્લાં ત્રણ હજારથી પણ વધારે વર્ષમાં અહિં સાના સિદ્ધાંતથી ભારતના ઇતિહાસને એક ખાસ વળાંક મળ્યો છે, અને આજ ે પણ દેશના કરોડો લોકોના જીવનમાં અહિં સા જીવતીજાગતી જોવા મળે છે. અહિં સાનો સિદ્ધાંત વિકાસશીલ રહ્યો છે, અને એનો સંદેશ આજ ે પણ ઝિલાઈ રહ્યો છે. અહિં સા ધર્મ અમારી પ્રજામાં એટલો બધો પસરી ગયો છે કે ભારતમાં શસ્ત્રસજ્જ બળવો લગભગ અશક્ય બની ગયો છે. આનું કારણ એ નથી કે કેટલાક લોકો માને છે એવા અમે એક પ્રજા તરીકે શક્તિહીન છીએ, પણ અહિં સાની ભાવનાનાં મૂળ લોકમાનસમાં 314

એટલાં ઊંડાં ઊતર્યાં છે એ કારણ છે. બાકી બંદૂકની ગોળીથી કોઈને ઉડાડી મૂકવા માટે જ ેટલી રાક્ષસી ઇરાદાની જરૂર હોય છે તેટલી જરૂર કંઈ શારીરિક બળની હોતી નથી. ઈશ્વર એક જ છે એવી નિર્ભેળ માન્યતા અને મુસલમાન નામથી જ ેઓ ઇસ્લામમાં છે તે સહુને માટે માણસમાત્ર ભાઈઓ છે એ સત્યનો વહે વારમાં અમલ એ બે વસ્તુઓ ઇસ્લામે હિં દની રાષ્ટ્રીય સંસ્કૃતિમાં આપેલો અનોખો ફાળો છે. આ બે વસ્તુઓને મેં ઇસ્લામના અનોખા ફાળા લેખે ગણાવી છે. તેનું કારણ એ કે માણસમાત્રની બંધુતાની ભાવનાને હિં દુ ધર્મમાં વધારે પડતું તાત્ત્વિક સ્વરૂપ અપાઈ ગયું છે. તેવી જ રીતે હિં દુ ધર્મના તત્ત્વજ્ઞાનમાં ઈશ્વર સિવાય બીજા કોઈ દેવ નથી છતાં ઈશ્વર એક જ છે એ સત્યની બાબતમાં ઇસ્લામ જ ેટલો માન્યતામાં આગ્રહપૂર્વક અણનમ છે તેટલો વહે વારુ હિં દુ ધર્મ નથી એ બિના ના પાડી શકાય તેવી નથી.

તો પછી હિં દના રાષ્ટ્રીય જીવનમાં ખ્રિસ્તી ધર્મનો શો ફાળો? ખ્રિસ્તી સંપ્રદાય નહીં પણ ઈશુ ખ્રિસ્તનું જીવન મારા મનમાં છે. કારણ આજ ે તો આ બે વચ્ચે મોટુ ં અંતર પડી ગયું છે એવી મને દહે શત છે. [ગાં૰] એ જ તો મુશ્કેલી છે ને! કોઈ પણ

ધર્મપ્રવર્તકના અનુયાયીઓના જીવનથી અલગ પાડીને એના ઉપદેશનું મૂલ્યાંકન કરવાનું શક્ય જ નથી. દુર્ભાગ્યે, છેલ્લાં દોઢસો વર્ષથી ખ્રિસ્તી ધર્મ હિં દમાં બ્રિટિશરાજ સાથે એકદમ ઓતપ્રોત બની ગયો છે. દુનિયાની નબળી પ્રજાઓનું સબળ ગોરી પ્રજાઓ દ્વારા થતું સામ્રાજ્યશાહી શોષણ, અને જડવાદી સંસ્કૃતિ, એટલે ખ્રિસ્તી ધર્મ એવું સમીકરણ અમારા

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


મનમાં ઠસી ગયું છે. એટલે હિં દી સંસ્કૃતિમાં ખ્રિસ્તી ધર્મનો ફાળો બહુધા નકારાત્મક રહ્યો છે. એના ઉપદેશકો અને અનુયાયીઓ દ્વારા નહીં, પણ સ્વતંત્ર રીતે, એથી થોડો લાભ તો થયો છે. અમને આઘાતો આપી આપી અમારું ઘર વ્યવસ્થિત કરતાં એણે અમને શીખવ્યું છે. ખ્રિસ્તી પાદરીઓનાં લખાણોએ અમારી કેટલીક અશુદ્ધિઓનું તીવ્ર ભાન કરાવી અમને વિચાર કરતા કરી મૂક્યા છે.

અસ્પૃશ્યતાનિવારણના આપના કાર્યમાં મને સૌથી વધારે રસ પડ્યો છે. અસ્પૃશ્યતાના પાયા હચમચી ઊઠ્યા છે એવું આપ જ ે કહી રહ્યા છો, તે બતાવતું સૌથી આશાસ્પદ ચિહ્ન કયું છે તે આપ કહે શો? [ગાં૰] આ ચિહ્ન તે સનાતન હિં દુ ધર્મમાં

ચાલી રહે લી પ્રતિક્રિયા, અને આ પ્રતિક્રિયાની ઝડપ. આ માટે પંડિત માલવિયાનું સુપ્રસિદ્ધ દૃષ્ટાંત હં ુ આપું. આજથી દસ વર્ષ પહે લાં તે સમયનો કોઈ પણ ચુસ્ત સનાતની હિં દુ હોય એટલા જ આગ્રહી માલવિયાજી આભડછેટ બાબત હતા. અને આજ ે, ગંગાકિનારે અસ્પૃશ્યોને શુદ્ધિમંત્ર આપવામાં પોતે ગૌરવ અનુભવે છે; અને આ માટે કેટલીક વાર વિવેકહીન સનાતનીઓનો ગુસ્સો પણ વહોરે છે! ગયા ડિસેમ્બરમાં આ જ પ્રવૃત્તિ માટે કલકત્તામાં એમના પર કટ્ટર સનાતનીઓએ લગભગ હુમલો જ કરે લો. થોડા વખત પર જ વર્ધામાં જમનાલાલ બજાજ નામના ધનિક વેપારીએ પોતાના ભવ્ય મંદિરનાં દ્વાર અસ્પૃશ્યો માટે ખુલ્લાં મૂકી દીધાં, અને તેનો ખાસ વિરોધ પણ ન થયો. આ પ્રસંગની ખાસ વિશેષતા તો એ છે કે મંદિરમાં રોજ આવતા દર્શનાર્થીઓની નોંધ પરથી એવું માલૂમ પડે છે કે અસ્પૃશ્યો

માટે મંદિર ખુલ્લું મૂક્યા પછી આ હાજરી ઘટવાને બદલે વધી છે. અસ્પૃશ્યતાવિરોધી ચળવળ આશ્ચર્યકારક ઝડપે ચાલી રહી છે છતાં નજીકના ભવિષ્યમાં એની સામેના જુ વાળમાં હજી પણ વધારે ભરતી આવશે એવી મને આશા છે. ટૂ કં માં, અસ્પૃશ્યતાનિવારણનું ભાવિ મને આવું દેખાય છે. તમને તમારા મિત્રો કયા વર્ગમાંથી મળી રહે છે? મુસલમાનો અને ખ્રિસ્તીઓ આ કામમાં તમને સાથ આપે છે? [ગાં૰] આ બાબત જ એવી છે કે એમાં

ખ્રિસ્તીઓ કે મુસલમાનો કશી મદદ ન કરી શકે. અસ્પૃશ્યતાનિવારણ એ હિં દુ ધર્મના શુદ્ધીકરણની ખાસ બાબત છે. આ તો અંદરથી જ થઈ શકે.

પરં તુ મારી માન્યતા એવી હતી કે આ મામલામાં ખ્રિસ્તીઓ તમને ઘણી મદદ કરી શકે. ચર્ચ ઑફ ઇંગ્લંડ મિશનના વડા પાદરી રે વરન્ડ વ્હાઇટરે ડ ે મદ્રાસ ઇલાકાના અસ્પૃશ્યોની સ્થિતિ સુધારવામાં ખ્રિસ્તીઓ તરફથી મળેલી સામુદાયિક મદદ માટે કેટલાંક નોંધપાત્ર વિધાનો કર્યાં હતાં. [ગાં૰] આવા પ્રકારની સામુદાયિક

ચળવળમાં મને વિશ્વાસ નથી. અસ્પૃશ્યોની ઉન્નતિ એ એમનું ધ્યેય નથી હોતું પણ આખરે તેઓ ખ્રિસ્તી બને એ જ ધ્યેય હોય છે. બધા ખ્રિસ્તી સેવાકાર્યની પાછળ રહે લો સામુદાયિક ધર્મપરિવર્તનનો આ હે તુ તે તે સેવાકાર્યને દૂષિત કરે છે એવું હં ુ માનું છુ .ં આ બાબત પરત્વે પરસ્પર વિરોધી અભિપ્રાયો જોવા મળે છે. કેટલાક લોકો એવું સચ્ચાઈપૂર્વક માને છે કે અસ્પૃશ્યો જો બુદ્ધિપૂર્વક ખ્રિસ્તી બની જાય તો એમની હાલત સુધરે , અને એમના જીવનમાં લાભદાયક ફે રફાર થાય. [ગાં૰] દિલગીર છુ ં કે આવા અભિપ્રાયના

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

315


સમર્થનમાં મને કોઈ વજૂ દવાળો પુરાવો મળ્યો નથી. એક વાર મને એક ખ્રિસ્તી ગામડામાં લઈ ગયા હતા. અહીં વસતા નવા ખ્રિસ્તીઓમાં મને તે નિર્વ્યાજતા જોવા ન મળી જ ે આપણે સાચા હૃદયના આધ્યાત્મિક પરિવર્તન સાથે સાંકળીએ છીએ, પણ એ લોકોમાં વાત ટાળવાની વૃત્તિ મને જોવા મળી. વાતો કરતાં પણ એ ડરતા હતા. આથી મને તો એવું લાગ્યું કે સુધરવાને બદલે એ લોકો બગડ્યા હતા.

આધ્યાત્મિક અનુભવો હં મેશાં વાચાતીત હોય છે. જ ે પ્રકાશની તમે વાત કરો છી તે વાણીની પારની વસ્તુ છે. એનો અનુભવ તો અંતરમાં જ મેળવાય. તે ઉપરાંત, પરમ તત્ત્વ સ્વયંભૂ અને સ્વયંસ્ફૂર્ત હોઈ એને સંચારણની જરૂર નથી. ગુલાબ જ ેમ પોતાની સુવાસ ફે લાવે છે તેમ જ આ તત્ત્વ મૌન દ્વારા, બીજા કોઈ વાહકની મદદ વિના, પોતાનો પ્રભાવ ફે લાવે છે.

થતા ધર્મપરિવર્તનમાં મને શ્રદ્ધા નથી. સામેની વ્યક્તિની શ્રદ્ધાના મૂળમાં સુરંગ ચાંપવાનો આપણો પ્રયત્ન ન હોવો ઘટે; પરં તુ પોતાના જ ધર્મનો એ વધારે સારો અનુયાયી બને એવા યત્નો આપણે કરવા જોઈએ. આનો અર્થ એ થયો કે બધા ધર્મો સાચા છે એવું આપણે માનીએ છીએ ને તેથી બધા ધર્મો માટે આપણને માન છે. વળી આ માન્યતામાં સાચી નમ્રતા રહે લી છે, તથા એ હકીકતનો એમાં સ્વીકાર છે કે સત્યનો દિવ્ય પ્રકાશ બધા જ ધર્મોને દેહધારી એવા અપૂર્ણ માધ્યમ મારફત મળેલો હોઈ, બધા જ ધર્મોમાં પણ એ માધ્યમની અપૂર્ણતાઓ થોડેવત્તે અંશે રહે વાની જ.

જીવનથી બોલે છે, જીભથી નહીં. આમ છતાં, મને ખબર છે કે આ બાબતમાં ખ્રિસ્તી જગતનો અભિપ્રાય મજબૂત દીવાલ બની મારી સામે ઊભેલો છે.

ત્યારે તમે કોઈ પ્રકારના ધર્મપરિવર્તનમાં માનતા જ નથી? [ગાં૰] એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિના

આપણને મળેલા સત્યનો વધારે માં વધારે હિસ્સો આપણા માનવબંધુઓને આપી એમને મદદ કરવાની, તથા આપણા ગહનમાં ગહન આધ્યાત્મિક અનુભવોમાં એમને ભાગીદાર બનાવવાની આપણી ફરજ નથી? [ગાં૰] લાચાર છુ ,ં આ બાબતમાં પણ મારે

તમારાથી જુ દા પડવું રહ્યું. એનું સીધુંસાદું કારણ તો એ જ છે કે ગહનમાં ગહન 316

અરે , ઈશ્વર પણ કોઈ કોઈ વાર પોતાના પયગંબરો દ્વારા બોલે છે. [ગાં૰] હા, પણ એ પયગંબરો પોતાના

ના, ના, એવું નથી. ખ્રિસ્તીઓમાં પણ એક એવો મત છે કે કોઈ રીતની જબરજસ્તી ન વપરાવી જોઈએ, પણ પ્રત્યેક વ્યક્તિ પોતાની મેળે જ જીવનની ગૂઢ તત્ત્વો શોધવા સ્વતંત્ર રહે વી જોઈએ. આવું માનનારાની સંખ્યા વધી રહી છે. એમની દલીલ એવી છે કે જુ દી જુ દી વ્યક્તિઓની ભિન્ન ભિન્ન જરૂરિયાતો તથા તેમના સ્વભાવભેદને કારણે એમની અધ્યાત્મખોજની પ્રક્રિયામાં પણ ભિન્નતા રહે વાની જ. અર્થાત્ આ લોકોને લાગે છે કે સામાન્ય પ્રકારનો ધર્મપ્રચાર એ ઉત્તમ અને અસરકારક પદ્ધતિ નથી. [ગાં૰] તમારે મોંએ આ સાંભળી હં ુ રાજી

થયો. આ જ વાત હિં દુ ધર્મ ખાસ શીખવે છે.

પોતાની આસુરી વૃત્તિઓને જીતી ન શકનાર જુ વાનિયા આપની સલાહ લેવા આવે છે તેમને આપ શો ઉપદેશ આપો છો? [ગાં૰] માત્ર પ્રાર્થનાનો. મનુષ્યે અત્યંત નમ્ર

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


બની જવું જોઈએ અને બળ મેળવવા માટે પોતાથી પર એવા પરમાત્મા તરફ જોવું જોઈએ.

કારણે એમની ધર્મશ્રદ્ધા પડી ભાંગી છે, અને તેથી કરીને અશ્રદ્ધાનો અગ્નિ એમને બાળી રહ્યો છે. એનું કારણ તો એ છે કે એમને માટે શ્રદ્ધા એ બુદ્ધિનો વ્યાપાર છે, આત્માની અનુભૂતિ નહીં. જીવનસંગ્રામમાં અમુક હદ સુધી બુદ્ધિ આપણને આગળ લઈ જાય છે ખરી, પણ અણીને વખતે એ દગો દે છે. શ્રદ્ધા બુદ્ધિની પારના પ્રદેશની છે. જ્યારે ચોદિશ ઘોર અંધકાર વ્યાપ્યો હોય છે, અને માનવબુદ્ધિ ધરાશાયી બની હોય છે, ત્યારે શ્રદ્ધા ઉજ્જ્વળ પ્રકાશ રે લાવી આપણી મદદે આવે છે. આપણા યુવાનોને આવી શ્રદ્ધાની જરૂર છે, અને તે તો ત્યારે જ આવે છે જ્યારે જીવ બુદ્ધિનો બધો ઘમંડ છોડી ભગવાનનું સંપૂર્ણ શરણું સ્વીકારે છે.

પણ એ જુ વાનિયા એવી ફરિયાદ કરે કે, અમારી પ્રાર્થના કોઈ સાંભળતું નથી ને જાણે નિષ્ઠુર ને બહે રા ઈશ્વર આગળ બોલતા હોઈએ એવું લાગે છે, તો? [ગાં૰] પોતાની પ્રાર્થનાનો જવાબ મળે એવી

આશા રાખવી તે ઈશ્વરને લલચાવવા બરાબર છે. પ્રાર્થનાથી રાહત ન અનુભવાય તો માનવું કે એ પ્રાર્થના માત્ર જીભથી થયેલી છે. જો પ્રાર્થના નિષ્ફળ જાય તો બીજો કોઈ ઇલાજ સફળ થવાનો નથી. પ્રાર્થના તો નિરં તર કરવી જોઈએ. અને દેશના યુવકોને મારો આ જ સંદેશ છે. એમને ગમે કે ન ગમે સત્ય અને પ્રેમની સર્વજિત શક્તિમાં એમણે માનવું જ પડશે. આપણા જુ વાનિયાની મુશ્કેલી એ છે કે વિજ્ઞાન અને આધુનિક તત્ત્વજ્ઞાનના અભ્યાસને

[મૂળ અંગ્રેજી] यंग इन्डिया, ૨૧-૩-૧૯૨૯

ચાર્લ્સ પેટ્રેખ અને બીજાઓને મુલાકાત1 ધનિક લોકોની સ્થિતિ પહે લો સવાલ આ હતો : હિં દી રાજાઓ, મિલમાલિકો, શાહુકારો અને બીજા નફાખોરો

આપના માનવા પ્રમાણે ધનવાન શી રીતે થાય છે? અત્યારે તો આમવર્ગને લૂંટીને, ગાંધીજીએ જવાબ આપ્યો.

1. આ મુલાકાતનો મૂળ હે વાલ ૨૦–૨–૧૯૩૨ના ला मॉन्डेમાં આવ્યો હતો. लेबर मन्थलीમાં તે ફરીથી છપાયો હતો. પેટ્રેખ કહે છે કે તેમણે અને તેમના હિં દી મિત્રોએ “ગાંધીજી લંડન છોડે એ પહે લાં તેમને પૂછવાના કેટલાક સવાલોની યાદી તૈયાર કરી” અને મુલાકાત થતી ગઈ તેમ તેમ “તેના જવાબ તે લખતા ગયા.” ૨૯–૧૧–૧૯૩૧ના नवजीवनમાં તેનું ભાષાંતર “જુ વાન

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

317


બીજો સવાલ આ હતો: હિં દી અને મજૂ રો ખેડૂતોને લૂંટ્યા વિના આ વર્ગો ધનવાન થઈ શકે ખરા? [ગાં૰] હા, કેટલેક અંશે. સ. સામાન્ય મજૂ ર અને ખેડૂત જ ે આ લોકોને ધન પૂરું પાડવા માટે શ્રમ કરે છે તેમના કરતાં વધારે એશઆરામથી રહે વાનો આ લોકોને કશો સામાજિક હક છે ખરો? [ગાં૰] કશો જ હક નથી. સમાજની મારી

કલ્પના એ છે કે આપણે બધા સરખા જન્મેલા છીએ, એટલે કે આપણને સરખી તક મેળવવાનો અધિકાર છે, છતાં સૌની શક્તિ સરખી નથી. એ વસ્તુ સ્વભાવત : જ અશક્ય છે. દાખલા તરીકે સૌની ઊંચાઈ, રં ગ કે બુદ્ધિ સરખી ન હોઈ શકે. એટલે કુ દરતી રીતે કેટલાકની શક્તિ વધારે કમાવાની હશે અને કેટલાકની ઓછી કમાવાની. બુદ્ધિશાળી માણસોની શક્તિ વધારે હશે અને તેઓ પોતાની બુદ્ધિનો એ માટે ઉપયોગ કરશે, તેઓ જો રહે મ રાખીને બુદ્ધિ વાપરશે તો તેઓ રાષ્ટ્રની સેવા કરશે. એવા લોકો રક્ષક તરીકે જ રહી શકે, બીજી કોઈ રીતે નહીં. હં ુ બુદ્ધિશાળી માણસને વધારે કમાવા દઉં. હં ુ તેની બુદ્ધિના વિકાસને રોકું નહીં. પણ જ ેમ બાપના બધા કમાતા દીકરાની આવક કુ ટુબ ં ના સહિયારા ખાતામાં જમા થાય છે તેમ એમની વધારે કમાણીનો મોટો ભાગ રાષ્ટ્રના હિત માટે વપરાવો જોઈએ. તેઓ પોતાની કમાણી રક્ષક તરીકે જ રાખી શકે. આવું હં ુ જરાયે ન કરી શકું એમ બને. પણ

હં ુ તો એને માટે પ્રયત્ન કરી રહ્યો છુ .ં અને મૂળ હકોના જાહે રનામામાં પણ એ જ વસ્તુ ગર્વિત રહે લી છે. સ. બૌદ્ધિક કામ માટે આપ કંઈ વધારે વળતર માગો ખરા કે? [જ.] આદર્શ રાજ્યમાં તો પોતાની બુદ્ધિ

માટે કોઈ વધારે માગી શકે નહીં. જ ે વધારે મેળવે છે તેણે એનો ઉપયોગ સમાજના હિતમાં કરવો જોઈએ.

વર્ગયુદ્ધ આમાંથી એ ચર્ચા ચાલી કે ખાસ હક ભોગવતા વર્ગોનું ઇષ્ટ રૂપાંતર કરવાને વર્ગયુદ્ધનું સાધન કેટલે અંશે યોગ્ય છે. અમે ગાંધીને પૂછ્યું કે આપ એમ નથી માનતા કે હિં દના ખેડૂતો અને મજૂ રો ગરીબ રહે છે એનું એક મુખ્ય કારણ એ છે કે જમીનદારો અને મૂડીપતિઓ એમના શ્રમનું ફળ પડાવી લે છે, કારણ સરકારને તો એમના નફાનો થોડોક જ ભાગ જાય છે? ગાંધીજી સંમત થયા. સ. આપ નથી માનતા કે આર્થિક અને સામાજિક મુક્તિ માટે સમાજના પરોપજીવી વર્ગોને ટકાવવાના બોજામાંથી પોતે કાયમની મુક્તિ મેળવે તે માટે ખેડૂતો અને મજૂ રો વર્ગયુદ્ધ ચલાવે એ યોગ્ય છે? [જ.] ના, હં ુ પોતે એમના વતી એક ક્રાંતિ

ચલાવી રહ્યો છુ .ં પણ એ અહિં સક ક્રાંતિ છે.

રાજાઓ, જમીનદારો, મૂડીપતિઓ અને તેમના મળતિયા બ્રિટિશ સરકાર સામેના ખેડૂતોના અને મજૂ રોના બળવા સામે આપનું વલણ કેવું હશે? અને એવો બળવો જો સ્વતંત્ર હિં દમાં, સંરક્ષકને

સામ્યવાદીઓના પ્રશ્નો” એ મથાળા નીચે પ્રગટ થયું છે : સહે જ શાબ્દિક રીતે જુ દા પડતા આ અહે વાલોમાં અમુક અમુક ભાગ પરસ્પર પૂરક હોઈ એ બધા ભાગો આવી જાય એ દૃષ્ટિએ બંને હે વાલો અહીં ભેગા કરીને આપ્યા છે.

318

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


અધીન હિં દમાં, સાંસ્થાનિક સ્વરાજવાળા હિં દમાં કે ગમે તે પરિસ્થિતિમાં આવી પડેલા હિં દમાં થવા પામે તો આપનું વલણ કેવુંક રહે શે? [જ.] મારું વલણ, એ વધારે પૈસાદાર

વર્ગને સમજાવીને એમની પાસે રહે લા ધનના રક્ષક બનાવવાનું રહે શે. એટલે કે તેઓ ધન રાખી શકશે પણ એમને કામ તો, તેમને જ ેમણે ધન મેળવી આપ્યું છે તે લોકોના હિતમાં જ કરવાનું રહે શે. અને આ કરવા માટે એમને કમિશન આપવામાં આવશે. સ. ત્યારે આપ એ લોકોને રક્ષક શી રીતે બનાવશો? તેમને સમજાવીને? [જ.] માત્ર શબ્દોથી સમજાવીને નહીં. હં ુ

મારાં સાધનો એકાગ્ર થઈને વાપરીશ. કેટલાક લોકોએ મને આજનો મોટામાં મોટો ક્રાંતિવાદી કહ્યો છે. એ ખોટી વાત હોય, પણ હં ુ પોતે પોતાને ક્રાંતિવાદી — અહિં સક ક્રાંતિવાદી માનું. છુ .ં મારું સાધન અસહકાર છે. કોઈ પણ માણસ બીજાઓના સ્વેચ્છાએ કે પરાણે આપેલા સહકાર વિના ધન ભેગું કરી શકતો નથી. સ. આપ સામાન્ય હડતાળને ટેકો આપશો? [જ.] સામાન્ય હડતાળ એ અસહકારનો

જ એક પ્રકાર છે. એ હિં સક જ હોય એવું નથી. એવા પ્રકારની લડત જો શાંતિમય હોય અને દરે ક દૃષ્ટિબિંદુથી ન્યાયી હોય તો હં ુ એની આગેવાની લઉં. એને તોડી પાડવાનું તો બાજુ એ રહ્યું, ઊલટુ,ં હં ુ તો એને પ્રોત્સાહન પણ આપું.

ધનિકો પ્રજાધનના રક્ષક પણ એથી એમને સંતોષ ન થયો. આજ ે કેટલાક વર્ગો જ ે ખાસ હકો ભોગવે છે તેનાં મૂળ મંડાણ સામે જ તેમનો વિરોધ હતો. “મૂડીદારોને રક્ષકો

કોણે નીમ્યા? તેમને દલાલી લેવાનો શો હક છે. અને એ દલાલી આપ કેવી રીતે ઠરાવશો?” તેમણે પૂછ્યું. ગાંધીજીએ કહ્યું :

તેમને દલાલી લેવાનો હક છે, કેમ કે ધન તેમના કબજામાં છે. એમને રક્ષક કોઈએ બનાવ્યા નથી. હં ુ તેમને રક્ષક બનવાનું કહં ુ છુ .ં જ ેઓ આજ ે પોતાને સંપત્તિના માલિક માને છે તેમને હં ુ કહં ુ છુ ં કે તમે સંપત્તિના રક્ષક બનો, એટલે કે તમારા પોતાના હકથી નહીં. જ ેમને લૂંટીને તમે ધન ભેગું કર્યું છે તેમના હકથી તેના માલિક બનો. કેટલી દલાલી લેવી એ હં ુ તેમને નહીં કહં ુ પણ જ ે યોગ્ય હોય તે લેવાનું કહીશ. દાખલા તરીકે જ ે માણસ પાસે સો રૂપિયા હશે તેને હં ુ પચાસ લઈને બાકીના પચાસ મજૂ રોને આપવાનું કહીશ. પણ જ ેની પાસે કરોડ હશે તેને હં ુ વખતે કહીશ કે તમે એક ટકો લો. એટલે તમે જુ ઓ છો કે દલાલીનો મારો આંકડો નિશ્ચિત નથી. કેમ કે એનું પરિણામ તો ઘોર અન્યાયમાં આવે.

વ્યક્તિ વિ. તંત્ર ત્યાર પછીના સવાલો હિં દી મૂડીદારો અને જમીનદારો સામેના યુદ્ધ પ્રત્યેના ગાંધીજીના વલણ વિશે હતા. એ નિમિત્તે ગાંધીજી તેમને તંત્ર અને મનુષ્ય વચ્ચે ભેદ કરવાની જરૂર સમજાવી શક્યા. એ નિમિત્તે તેઓ પોતાનો ખેડૂતો વિશેનો તેમજ આર્થિક કાર્યક્રમ પણ રજૂ કરી શક્યા. સવાલ એ હતો કે મહારાજાઓ અને જમીનદારો અંગ્રેજોના પક્ષમાં છે. પણ આપને તો આમવર્ગનો ટેકો જોઈએ છે. પણ આમવર્ગ તો પેલા લોકોને શત્રુ માને છે. આમવર્ગના હાથમાં જ્યારે સત્તા આવશે ત્યારે જો તેઓ આ વર્ગોને ઠેકાણે પાડી દે તો એ

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

319


વિશે આપનું વલણ કેવું હશે? ગાંધીજીએ કહ્યું :

આમવર્ગના લોકો આજ ે જમીનદારો અને બીજા નશાખોરોને શત્રુ માનતા નથી, પણ આ વર્ગોએ તેમને જ ે અન્યાય કર્યો છે તેનું ભાન તેમનામાં જાગ્રત કરવાનું છે. હં ુ આમવર્ગને મૂડીદારોને શત્રુ ગણવાનું શીખવતો નથી, પણ હં ુ એમને શીખવું છુ ં કે તેઓ પોતે પોતાના શત્રુ છે. અસહકારીઓએ લોકોને કદી એમ કહ્યું નહોતું કે અંગ્રેજો અથવા જનરલ ડાયર ખરાબ છે, પણ એમ કહે લું કે તેઓ એક તંત્રના ભોગ થઈ પડેલા છે. એટલે નાશ તંત્રનો કરવો જોઈએ, વ્યક્તિનો નહીં. એટલે જ અંગ્રેજ અમલદારો સ્વાતંત્ર્યની આટલી ધગશવાળી પ્રજાની વચ્ચે નિર્ભયપણે રહી શકે છે.

પેલા ભાઈઓએ ફરી પૂછ્યું, “આપને જો કોઈ તંત્ર પર હુમલો કરવો હોય તો હિં દી મૂડીદાર અને અંગ્રેજ મૂડીદાર એવો ભેદ ન કરી શકાય. આપ જમીનદારોને કર આપવાનું બંધ કેમ નથી કરાવતા?” ગાંધીજીએ કહ્યું :

જમીનદારો તો તંત્રના સાધનમાત્ર છે. જ ે વખતે બ્રિટિશ તંત્ર સામે લડી રહ્યા છીએ તે જ વખતે તેમની સામે હિલચાલ ચલાવવાની જરૂર નથી. બેની વચ્ચે ભેદ કરી શકાય એમ છે. પણ અમારે લોકોને જમીનદારોને કર ન આપવાની સલાહ આપવી પડી, કેમ કે એ પૈસામાંથી જમીનદારો સરકારને આપે છે. પણ જમીનદારોની પોતાની સામે તેઓ જ્યાં સુધી ખેડૂતોની સાથે સારી રીતે વર્તે ત્યાં સુધી અમારે કશો ઝઘડો નથી. સ. ટાગોર, બર્નાર્ડ શૉ અને બીજાઓને મતે રશિયામાં જમીનદારો, મૂડીદારો અને વેપારીઓના દમનથી અને સોવિયેટ શાસનપ્રણાલીની

320

સ્થાપનાથી લોકોની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિમાં બહુ જ થોડા સમયમાં સારો એવો સુધારો થયો છે. હવે ધ્યાનમાં રાખવાની વાત તો એ છે કે ક્રાન્તિને સમયે રશિયા, કે જ ે ખાસ કરીને ખેતીપ્રધાન દેશ છે ત્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ અત્યારે હિં દમાં છે તેવી જ પરિસ્થિતિ હતી. આ બાબતમાં આપનો મત જાણવા અમે આતુર છીએ. [જ.] પહે લું તો બીજાઓના મત ઉપર

મારો મત બાંધવાનું મને પસંદ નથી, એટલે જ રશિયાની પરિસ્થિતિને હં ુ વખાણી શકતો નથી. વળી, સોવિયેટ આગેવાનો પોતે જ કહે છે તે પ્રમાણે, સોવિયેટ તંત્ર દમન ઉપર આધારિત છે એમ હં ુ માનતો હોવાથી, અંતે એ સફળ થશે કે નહીં. એ વિશે મને શંકા છે.

ખેડૂતો વિશેનો કાર્યક્રમ ત્યાર પછી જ ે સવાલ પુછાયો તેનો પણ ગાંધીજીએ એવો જ સચોટ જવાબ આપ્યો. સવાલ એ હતો કે ગોળમેજીમાં દેશી રાજ્યોની પ્રજાનો પ્રતિનિધિ હોવો જ જોઈએ એવો આગ્રહ આપે કેમ રાખ્યો નહીં? અને જો સમૂહશાસનવાળા હિં દુસ્તાનમાં દેશી રાજ્યોની પ્રજા પોતાના હક સ્થાપિત કરવા સવિનયભંગ આદરે તો સમૂહતંત્રનું લશ્કર રાજાઓને એ બળવાને દાબી દેવામાં મદદ કરવા માટે વપરાશે ખરું?

ગાંધીજીએ કહ્યું : જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સવિનયભંગને દાબી દેવા હં ુ લશ્કરનો ઉપયોગ ન કરું કે ન કરવા દઉં, કેમ કે સત્યાગ્રહ એ માનવજીવનનો શાશ્વત ધર્મ છે, અને એ હિં સા જ ે પશુધર્મ છે તેનું સ્થાન પૂરેપૂરું લેવાનો છે. પહે લા સવાલની બાબતમાં,

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


જ ે પરિષદની રચનામાં મહાસભાને1 કશી સત્તા નહોતી તેમાં કોઈને પણ આણવાની માગણી કરવાની મને છૂટ નહોતી, અથવા કહો કે એમાં (મહાસભાની) પ્રતિષ્ઠાની હાનિ હતી. મહાસભાની વતી, મારાથી વિનવણી તો થાય જ નહીં. અને મહાસભા જ ેણે થોડા જ વખત પર સરકાર સામે બળવો કરે લો તે કોઈને પણ પરિષદમાં બોલાવવા માટે આજીજી કરે એ શોભે પણ નહીં.

સ. આપ ‘યંત્ર’ કોને કહો છો? રેં ટિયો પણ એક યંત્ર નથી? શું કેટલાંક એવાં યંત્રો હોય છે જ ે મૂળે જ શોષણ કરતાં નથી? કે પછી શું આપ એવું માનો છો કે યંત્રનો ઉપયોગ કરવાની રીત તેને શોષણનું સાધન બનાવે છે? [જ.] રેં ટિયો અને તેના જ ેવાં બીજાં સાધનો

દેખીતી રીતે જ યંત્ર છે, અને આ ઉપરથી તમે મારી યંત્રની વ્યાખ્યા સમજી શકશો. યંત્રપદ્ધતિનો દુરુપયોગ જ મોટે ભાગે જગતના મજૂ રોના શોષણ માટે જવાબદાર છે એ વાત સ્વીકારવા હં ુ તૈયાર છુ .ં સ. આપ આમવર્ગનું શોષણ અટકાવવાની વાત કરો છો. એનો અર્થ થાય છે મૂડીવાદનો નાશ. આપ મૂડીવાદને નાબૂદ કરવા માગો છો? અને એમ હોય તો શું આપ મૂડીદાર પાસેથી તેની વધારાની મૂડી લઈ લેવા તૈયાર છો જ ેથી એ ફરીથી નવો મૂડીવાદ શરૂ ન કરી શકે? [જ.] જો મારા હાથમાં સત્તા આવે તો હં ુ

જરૂર મૂડીવાદનો નાશ કરું, પણ હં ુ મૂડીનો નાશ નહીં કરું, અને એનો અર્થ એકે હં ુ મૂડીદારનો નાશ નહીં કરું. મારી પાકી ખાતરી છે કે મૂડી અને મજૂ રી વચ્ચે સમન્વય

સાધવાનું પૂરેપૂરું શક્ય છે. કેટલાક કિસ્સામાં મેં એવો સમન્વય સફળ થતાં જોયો છે અને જ ે એક કિસ્સામાં સાચું હોય તે બધા કિસ્સામાં સાચું પડી શકે. જ ેમ યંત્રપદ્ધતિ પોતે જ કોઈ અનિષ્ટ છે એવું હં ુ માનતો નથી તેમ મૂડી પોતે જ અનિષ્ટ છે એમ હં ુ માનતો નથી. પછી અમે ધાર્મિક બાબતોની ચર્ચામાં ઊતર્યા અને ગાંધીને પૂછ્યું કે હિં દુમુસ્લિમ સવાલ જ ેવો કોઈ સવાલ હોય એમ આપને લાગે છે? તેમણે સ્પષ્ટપણે હકારમાં જવાબ આપ્યો. પછી અમે તેમને પૂછ્યું કે આમજનતાની દૃષ્ટિએ આ સવાલ બહુ મહત્ત્વનો છે ખરો? અને એમ હોય તો આપને લાગે છે કે એનો ઉકેલ રાજદ્વારી ઉપાયોથી લાવી શકાય, કે પછી સમાધાનથી? [જ.] મને નથી લાગતું કે આમજનતાની

વચ્ચે આવો કોઈ સવાલ હોય અને હોય તોયે બહુ ઓછા પ્રમાણમાં રાજદ્વારી ઉપાયોથી એનો ઉકેલ લાવવાનું શક્ય નથી, પણ સમાધાનથી એ ઉકેલી શકાય. કારણ સમાધાન, જ્યાં સુધી એ જીવનના પાયાના સિદ્ધાંતોને નુકસાન કરતું નથી ત્યાં સુધી જીવનનો અનિવાર્ય ગુણ છે.

સ. બ્રિટિશ હિં દમાં બ્રિટિશો પાસેથી આપ જ ે હક માગો છો એવા જ હક રાજાઓ પાસેથી માગવા માટે દેશી રાજ્યોમાં ઊભી થયેલી લોકપ્રિય લડતોને આપેલો આપનો ટેકો આપે પાછો ખેંચી લીધો એ વાત શું સાચી છે? ગાંધીજીએ આશ્ચર્ય પ્રગટ કર્યું અને એ વાત જૂ ઠી હોવાનું જણાવ્યું. અમે એમને પૂછ્યું : “સ્વતંત્રતા” અને “સામ્રાજ્યને લગતી બાબતોમાં સમાનતાના ધોરણે સહયોગ” એ બે વચ્ચે આપની દૃષ્ટિએ શો ફે ર છે? [જ.] એ બેમાં ફે ર છે પણ ખરો અને

1. અખિલ હિં દ કૉંગ્રેસ સમિતિ

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

321


નથી પણ. અર્થાત્ એક સામ્રાજ્યમાં બે સ્વતંત્ર રાજ્યો પૂરેપૂરા અર્થમાં ભાગીદાર થઈ શકે છે અને સામ્રાજ્યની સાથે સંબંધમાં રહીને પરસ્પર સહયોગ કરી શકે છે. પણ દેખીતી રીતે જ હિં દ એવી સ્થિતિમાં નથી. પરિણામે એક જ સામ્રાજ્યમાં હિં દનું બ્રિટન સાથેનું જોડાણ એક એવી અવસ્થા છે, કહો કે પરિસ્થિતિ છે, જ ેને સ્વતંત્રતા સાથે સરખાવી શકાય નહીં. કેમ કે સરખામણી તો એક જ વર્ગની બે વસ્તુઓ વચ્ચે થઈ શકે. આ કિસ્સામાં બે વસ્તુઓ એક જ વર્ગની નથી. એટલે જો બ્રિટન અને હિં દ વચ્ચે સમાનતાને ધોરણે સંબંધ બાંધવો હોય તો સામ્રાજ્યનું અસ્તિત્વ મટી જવું જોઈએ. સ. સમાનતાના ધોરણે સંબંધ બાંધવાની બાબતમાં હિં દમાંથી વાઇસરૉયને પાછા ખેંચી લેવાનો વિચાર રહે લો છે? [જ.] “સામ્રાજ્ય”નો ખ્યાલ પૂરેપૂરો નાબૂદ

થવો જોઈએ. પરં તુ રાજત્વનો ખ્યાલ પણ નાબૂદ કરી દેવો જોઈએ કે નહીં. એ બાબત કશું ચોક્કસ કહે વું મારે માટે શક્ય નથી. ગ્રેટ બ્રિટનનો રાજા હિં દનો રાજા મટી જશે એવું અત્યારે કહે વાને માટે હં ુ બિલકુ લ અસમર્થ છુ .ં

સ. આપને એ વાતનો ખ્યાલ છે કે જ્યારે લાહોર કૉંગ્રેસમાં, કલકત્તા કૉંગ્રેસમાં સ્વીકારવામાં આવેલા સમાધાનના ઠરાવને સ્થાને સ્વતંત્રતાની ધોષણા કરવામાં આવી ત્યારથી હિં દનો જુ વાન એવું માનતો થયો છે કે પોતે એવા સ્વતંત્ર હિં દ માટે લડી રહ્યા છે જ ેમાં હવે કોઈ રાજા નહીં હોય? હિં દના યુવાનને હવે એમ કહે વું કે રાજત્વ રહે શે એ ગંદું રાજકરણ નથી? ગાંધીજીએ પૂરેપૂરી સ્વસ્થતાથી જવાબ આપ્યો

322

કે આમાં વિશ્વાસઘાતનો કોઈ સવાલ નથી. જો આ સવાલ મને કરાંચીમાં પૂછવામાં આવ્યો હોત તો મેં આ જ જવાબ આપ્યો હોત. સ. તો પછી આપની અને લાહોર કૉંગ્રેસમાં આપનો વિરોધ કરનાર માલવિયાની વચ્ચે શો તફાવત છે? [જ.] તફાવત આ છે. માલવિયાજી હજી

સામ્રાજ્યને એક તક આપવા માગતા હતા, જ્યારે હં ુ તેમ કરવા માગતો નહોતો.

સ. રાજા જૉર્જ અને તેમના પૂર્વજોએ હિં દને પચાવી પાડ્યું. છે એમ આપ માનો છો? [જ.] હં ુ માનું છુ ં કે ગ્રેટ બ્રિટન અને રાજા

જૉર્જે હિં દ પચાવી પાડ્યું છે.

પછી અમે એમને પૂછ્યું કે શોષણ સામે લડનારો દેશ, નબળી પ્રજાઓના શોષણ પર નભનારા સામ્રાજ્યનો ભાગ રહી શકે એ આપને શક્ય લાગે છે? [જ.] એ અશક્ય છે. બ્રિટિશ શાસનપદ્ધતિ

તેમજ મૂડીવાદી પદ્ધતિની નાબૂદી માટે હં ુ મારો પૂરેપૂરો ટેકો આપીશ; પરં તુ મૂડી અને મૂડીદારની નાબૂદી માટે નહીં. જો બ્રિટિશ સામ્રાજ્ય નબળી પ્રજાઓનું શોષણ કરતાં નહીં અટકે તો અમે તેની સાથે સહયોગ કરવાની ના પાડી દઈશું. શાહીવાદી શોષણ નાબૂદ થવું જ જોઈએ. સહયોગ સ્વેચ્છાપૂર્વકનો હશે અને પોતે ઇચ્છે તો બ્રિટન સાથેનો સંબંધ તોડી નાખવાની ભારતને છૂટ હશે. સ. લૉર્ડ અર્વિન સાથે આપે કયાં કારણોને લીધે સંધિ કરી હતી? અમને કહે વામાં આવ્યું છે તેમ શું, કૉંગ્રેસનું આંદોલન એક પાંખ ઉપર જ ચાલી રહ્યું હતું અને જો સંધિ ન થઈ હોત તો તે કચડાઈ જવાનો ભારે ભય હતો, એ એનું કારણ હતું? અને એનો અર્થ એવો છે કે આપને અને

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


કૉંગ્રેસને ભય હતો કે બ્રિટિશ સરકારની હિં સા તમોને કચડી નાખશે? “અહિં સાના” સિદ્ધાંતને ખાતર એ વધારે પસંદ કરવા જ ેવું ન થાત કે એ સિદ્ધાંતમાં માનનારાઓએ લડત ચાલુ રાખવી જોઈએ અને બ્રિટિશ સરકારની હિં સાને તાબે થવાની ના પાડી દેવી જોઈએ? એમ કરવાથી લડતમાં જો પીછેહઠ પણ આવી હોત તો તે પરાજયમાંયે તેનો વિજય હોત. [જ.] અમારું આંદોલન તૂટી પડવાની

છે. મારા મનમાં એવો જરાયે ભય નહોતો કે આંદોલન નબળું પડી રહ્યું છે અને મેં સંધિનો વિચાર આગળ કર્યો ત્યારે મારા મગજમાં આવો કોઈ વિચાર નહોતો. સંધિનો વિચાર એના ગુણદોષ પર જ સ્વીકારવામાં આવ્યો હતો અને જ્યારે યોગ્ય શરતો રજૂ કરવામાં આવે ત્યારે સમાધાન ન કરવું એ સત્યાગ્રહના સિદ્ધાંતની વિરુદ્ધ છે. જો અમે કષ્ટસહનના ભયના માર્યા સંધિ સ્વીકારી હોત તો તમારો અભિપ્રાય સાચો ગણાત. પણ પોતાના સાથીઓને અકારણ કષ્ટસહનના જોખમમાં નાખનાર સત્યાગ્રહીએ પોતાના આદર્શને છેહ દીધો ગણાય. અમે જો કોઈ હલકા કે સ્વાર્થી હે તુથી સંધિ સ્વીકારી હોત તો તમારો અભિપ્રાય પૂરેપૂરો સાચો ગણાત.

તૈયારીમાં હતું એમ સૂચવવું એ તદ્દન જૂ ઠુ ં છે. આંદોલન ઢીલું પડવાનાં કોઈ ચિહ્નો જણાતાં નહોતાં. એ શક્ય છે અને એવું બન્યું પણ હોય કે અમુક સ્થિતિમાં એ ડગુમગુ થયું હોય, પણ મને એની ખબર નથી કેમ કે હં ુ જ ેલમાં હતો. પરં તુ સત્યાગ્રહીઓ જરાયે ઉદાસીનતા બતાવતા હોય ત્યારે સમાધાન પર આવવું એ સત્યાગ્રહના નિયમોની તદ્દન વિરુદ્ધ આચરણ ગણાય. ખરું જોતાં તો એવે સમયે તેઓ સમાધાન પર આવવાની ના પાડે

[મૂળ અંગ્રેજી] नवजीवन, ૨૯–૧૧–૧૯૩૧ 

ડૉ. કૉંગર સાથેની મુલાકાત ડૉ. કૉંગર : ઈશ્વરનો હાથ ફક્ત સારા પાછળ જ હોય છે કે ખરાબ પાછળ પણ હોય છે? [ગાંધીજી :] ઈશ્વરનો હાથ સારા પાછળ

હોય છે, પણ ઈશ્વરના હાથમાં એ કેવળ સારું જ નથી હોતું. ઈશ્વરનો હાથ ખરાબની પાછળ પણ હોય છે, પણ ત્યારે એ ખરાબ રહે તું નથી. “સારું” અને “ખરાબ” એ તો આપણી અધૂરી ભાષાના શબ્દો છે. ઈશ્વર

સારું અને ખરાબ બંનેથી પર છે.

પ્ર. આપણા એકેએક કાર્ય પાછળ ઈશ્વરની ઇચ્છા રહે લી છે, ખરું ને? [ઉ.] એકેએક કાર્ય પાછળ ઈશ્વરની ઇચ્છા

રહે લી છે એમ માનીએ તોયે માણસ એમ કહી શકે કે અમુક અમુક વસ્તુઓની ઈશ્વર છૂટ આપે છે, ઇચ્છા રાખે છે અથવા મના કરે છે. આ બધાને જ ઈશ્વરની “ઇચ્છા”માં

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

323


સમાવી લેવામાં આવે છે.

પ્ર. આપે કહ્યું કે આપના ૨૧ દિવસના ઉપવાસ પાછળ ઈશ્વરની પ્રેરણા હતી. આપે “મલ્લકુ સ્તી”ની પણ વાત કરી છે. આપ ચોક્કસ શું કહે વા માગો છો? [ઉ.] એ બધો અપૂર્ણ માણસનો બબડાટ

છે. ઈશ્વર સાથેની માણસની મલ્લકુ સ્તી એ મા સાથેની બાળકની મલ્લકુ સ્તી જ ેવી છે. બાળક મા સાથે મલ્લકુ સ્તી જરૂર કરે છે, અને જ્યારે મા એને ધવરાવે છે ત્યારે બાળક કહે છે કે “મેં એ મા પાસેથી આંચકી લીધું છે.” અહીં ગાંધીજીએ ‘રે સલ’ [કુ સ્તી કરવી] અને ‘રે સ્ટ’ [આંચકી લેવું] શબ્દોના કોશગત અર્થો જણાવ્યા હતા. એ જ રીતે ઈશ્વર જ્યારે કોઈ વસ્તુ આપે છે ત્યારે રાજીખુશીથી આપે છે, જો ઈશ્વરને સુખદુઃખ થતાં હોય તો. જ ે માણસ ઈશ્વરને ચરણે સર્વસ્વ સમર્પી દે છે તે ઈશ્વરને કહે છે : “તું જો મને અમુક વસ્તુ નહીં આપે તો હં ુ મરી જઈશ.” તે ઈશ્વરની સામે થાય છે અને તેને પડકાર કરે છે. લાખ્ખો દાખલાઓમાં ઈશ્વર એવા માણસોને મૃત્યુની અણી સુધી પહોંચવા દે છે. ત્યારે આપણે કહીએ છીએ કે ઈશ્વરે એ માણસની પૂરી કસોટી કરી છે. પણ એ તો આપણી પોતાની લાગણી છે. ઈશ્વર પોતાની વાત શી રીતે રજૂ કરે એ જો માણસ કોઈ રીતે જાણી શકે તો મને ખબર નથી કે તે શું કહે . આપણે મૂર્ખ લોકો એમ માનીએ છીએ કે ઈશ્વર સાથે મલ્લકુ સ્તી કરવામાં આપણે આપણી શક્તિ ખર્ચી નાખી છે. ઈશ્વરને મન તો નથી મલ્લકુ સ્તી કે નથી આંચકી લેવાનું. ઈશ્વર જો ન્યાયી હોય તો 324

તે પોતાના ભક્તોને રિબાવે નહીં.

પ્ર. ઈશ્વર ન્યાયી છે કે નહીં.? [ઉ.] ઈશ્વર ન્યાયી છે. બલકે તે ન્યાયી

નથી પણ દયાળુ છે. તે દયાળુ છે માટે ન્યાયી છે. પણ આ તો આપણી નિર્બળ લાગણીઓના પડઘા છે. માણસ પણ કેટલીક વાર ઈશ્વરને તેને જ ે મળવું જોઈએ તે આપવાની વાત કરતો હોય છે. પણ એક ગુલામ તેના માલિકને શું આપવાનો હતો? ઈશ્વરના સંબંધમાં તો માણસ હં મેશાં દેણદાર જ હોય છે. કદી લેણદાર નથી હોતો. પ્ર. શ્રદ્ધા આવશ્યક છે કે પ્રયત્ન? [ઉ.] ખરું જોતાં શ્રદ્ધા અને પ્રયત્ન બંને

આવશ્યક છે.

પ્ર. માણસને પસંદગીનો અધિકાર છે ખરો? [ઉ.] માણસને પસંદગીનો અધિકાર છે

ખરો, પણ તે કોઈ આગબોટના મુસાફરને હોય છે તેટલો જ હોય છે. એ એને માટે પૂરતો હોય છે. જો આપણે એનો ઉપયોગ નથી કરતા તો આપણે મૂર્ખા જ ેવા જ છીએ. પ્ર. ઈશ્વરનો કોઈ હે તુ છે અને તેનો તે જગતમાં અમલ કરે છે, ખરું ને? [ઉ.] હં ુ એ વિધાનને એમ કહીને મર્યાદિત

કરું છુ ં કે આ માનવની વાણી છે. ઈશ્વરનો હે તુ શો છે તે હં ુ જાણતો નથી, કારણ હં ુ ઈશ્વર નથી. હં ુ માનવ છુ .ં આથી હં ુ ઈશ્વરને અને તેના હે તુને સમજવાનો વાણી દ્વારા નહીં પણ જીવન દ્વારા પ્રયત્ન કરું છુ .ં હં ુ વિશ્વમાંના કરોડો જીવો સાથે એક એકમ તરીકે નહીં વર્તી શકું. હં ુ તેમના એકેએકના અંતરમાં પ્રવેશ નહીં કરી શકું. કારણ તેમની સંખ્યા અનંત છે. પણ ઈશ્વર સર્વશક્તિમાન છે. જ ેમ તેની પાસે વિશ્વને માટે એક એકમ તરીકે

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


કોઈ હે તુ છે તેમ તેની પાસે જીવનના એકેએક કણ માટે પણ હે તુ છે — માણસ માટે પણ છે ને કીડી માટે પણ છે.

એટલે આપણી મર્યાદિત માનવવાણીની દૃષ્ટિએ સારો. [મૂળ અંગ્રેજી] ध सिनो-इन्डियन जर्नल, ગાંધી સ્મારક અંક, ડિસેમ્બર ૧૯૪૮

પ્ર. એ હે તુ સારો છે? [ઉ.] એ હે તુ સારો છે — પણ “સારો”

નિર્મલકુ માર બોઝને મુલાકાત પ્ર. પ્રેમ અથવા અહિં સાનો અને માલકીહકનો કે કોઈ પણ રૂપમાં શોષણનો મેળ ખાય ખરો? જો માલકીહક અને અહિં સાનો મેળ ન ખાતો હોય તો આપ એવી હિમાયત કરો કે જ્યાં સુધી માણસો માલકીહક વગર ચલાવી લેવાને પૂરા તૈયાર થયા અથવા કેળવાયા ન હોય ત્યાં સુધી જમીનની અને કારખાનાની ખાનગી માલકીને અનિવાર્ય અનિષ્ટ તરીકે ચાલુ રાખવી. જો એ એવું પગલું હોય તો રાજ્ય મારફતે બધી જમીનની માલિકી ધારણ કરવી અને રાજ્યને લોકોના કાબૂ હે ઠળ મૂકી દેવું એ વધુ સારું નથી? [ઉ.] પ્રેમ અને આગવો પરિગ્રહ કદી સાથે

રહી શકે નહીં. સિદ્ધાંત તરીકે જ્યાં પ્રેમ સંપૂર્ણ હોય ત્યાં અપરિગ્રહ પણ સંપૂર્ણ હોવો જોઈએ. આ દેહ આપણો છેલ્લો પરિગ્રહ છે. એટલે માણસ જ્યારે માણસજાતની સેવા માટે મરણને ભેટવા તૈયાર થાય — દેહ છોડવા તૈયાર થાય — ત્યારે જ સંપૂર્ણ પ્રેમ દાખવી શકે. પણ આ તો કેવળ સિદ્ધાંતની વાત થઈ. વહે વારમાં આપણે ભાગ્યે જ પૂર્ણ પ્રેમ આચરી શકીએ છીએ, કારણ કે પરિગ્રહ તરીકે દેહ

હં મેશાં આપણને વળગેલો છે. આમ માણસ હં મેશ અપૂર્ણ રહે શે અને તેને હં મેશાં પૂર્ણ થવાની કોશિશ કરવાની રહે શે. એટલે જ્યાં સુધી આપણે જીવતા છીએ ત્યાં સુધી સંપૂર્ણ પ્રેમ કે સંપૂર્ણ અપરિગ્રહ અપ્રાપ્ય આદર્શ રહે શે પણ તે આદર્શને પહોંચવાનો આપણે નિરં તર પ્રયત્ન કરવો જોઈએ. જ ેમની પાસે અત્યારે ધન છે તેમને તે ધન ગરીબો વતી રાખવાનું અને તેના ટ્રસ્ટી તરીકે વર્તવાનું કહે વામાં આવે છે. તમે કહી શકો છો કે ટ્રસ્ટીશિપ કાયદાશાસ્ત્રની એક કલ્પના- માત્ર છે. પણ જો લોકો એને વિશે સતત વિચાર કરે અને તેનો અમલ કરવાનો પ્રયાસ કરે તો જીવનમાં પ્રેમની આણ વર્તશે. સંપૂર્ણ ટ્રસ્ટીશિપ યુક્લિડના બિંદુની વ્યાખ્યા જ ેવી કલ્પના છે અને તેના જ ેટલી જ અપ્રાપ્ય છે. પરં તુ આપણે કોશિશ કરીએ તો દુનિયામાં સમાનતા આણવા માટે બીજી કોઈ પણ પદ્ધતિ કરતાં આ રીતે આગળ જઈ શકીશું. પ્ર. આપ કહો છો કે ખાનગી મિલકતનો અહિં સા

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

325


સાથે મેળ બેસે નહીં, ત્યારે આપ તે ચલાવી કેમ લો છો? [ઉ.] જ ેઓ પૈસા કમાય છે પણ તેનો

ઉપયોગ સ્વેચ્છાએ માણસજાતના કલ્યાણ માટે કરતા નથી તેમને એટલી છૂટ આપવી પડે છે. પ્ર. ત્યારે ખાનગી મિલકતને બદલે રાજ્યની માલિકી કરીને હિં સા ઓછામાં ઓછી કેમ ન કરી નાખવી? [ઉ.] રાજ્યની માલિકી ખાનગી માલિકી

કરતાં સારી. પરં તુ તેમાં આવતી હિં સાને કારણે તેની સામે પણ વાંધો છે. મારી પાકી ખાતરી છે કે જો રાજ્ય મૂડીવાદને હિં સાથી દાબી દેશે તો રાજ્ય પોતે હિં સાના વમળમાં ફસાઈ જશે. અને અહિં સાનો વિકાસ કરવામાં ક્યારે ય સફળ નહીં થાય. રાજ્ય હિં સાને કેન્દ્રિત અને સંગઠિત રૂપમાં રજૂ કરે છે. વ્યક્તિને આત્મા છે, પણ રાજ્ય એક આત્મહીન યંત્ર છે એટલે તેની પાસે હિં સા છોડાવી શકાય નહીં. કારણ તેનું અસ્તિત્વ જ તેને આધારે ટકેલું છે. તેથી હં ુ ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત પસંદ કરું છુ .ં પ્ર. આપણે એક ચોક્કસ દાખલો લઈએ. ધારો કે કોઈ એક કળાકાર કેટલાંક ચિત્રોનો વારસો તેના પુત્રને આપી જાય છે. રાષ્ટ્રને માટે આ ચિત્રો કેટલાં કીમતી છે તેની પુત્રને ગમ નથી, એટલે તે ચિત્રો વેચી દે છે કે બગાડે છે. તેથી કરીને રાષ્ટ્રને એક માણસની મૂર્ખાઈને લીધે એક કીમતી વસ્તુ ખોવાની થાય છે. જો આપને ખાતરી કરી આપવામાં આવે કે આપ ઇચ્છો એ અર્થમાં છોકરો કદી ટ્રસ્ટી થઈ શકે તેમ નથી, તો રાજ્ય ઓછામાં ઓછી હિં સા કરીને છોકરા પાસેથી એ ચિત્રો લઈ લે તે ન્યાય્ય છે એમ આપ નથી માનતા?

326

[ઉ.] હા, રાજ્ય એ ચિત્રો લઈ લેશે અને

તે ઓછામાં ઓછી હિં સા કરીને લે તો તે ન્યાય્ય છે. પણ રાજ્ય પોતાની સામે મતભેદ રાખનાર સામે વધારે પડતી હિં સા વાપરે એવી બીક હં મેશાં રહે છે. ધનવાનો ટ્રસ્ટી તરીકે વર્તશે તો હં ુ ઘણો રાજી થઈશ. પણ તેઓ તેમ કરવામાં નિષ્ફળ જશે તો હં ુ માનું છુ ં કે આપણે રાજ્ય મારફત ઓછામાં ઓછી હિં સા કરીને તેમની સંપત્તિ પડાવી લેવી પડશે. તેથી જ મેં ગોળમેજી પરિષદમાં કહ્યું હતું કે દરે ક સ્થાપિત હિતની તપાસ થવી જોઈએ અને આવશ્યક હોય ત્યાં, જ્યાં જ ેવી જરૂર હોય તે રીતે, બદલો આપીને કે આપ્યા વગર, રાજ્યે તે જપ્ત કરવાનો હુકમ કરવો જોઈએ. રાજ્યના હાથમાં સત્તા આવે તે કરતાં ટ્રસ્ટીશિપની ભાવનાનો વિકાસ થાય તે અંગત રીતે મને ગમે. કારણ કે મારા અભિપ્રાય મુજબ રાજ્યની હિં સા કરતાં ખાનગી માલિકીની હિં સા ઓછી નુકસાનકારક છે. છતાં રાજ્યની માલિકી અનિવાર્ય જ હોય તો હં ુ તે બને તેટલી ઓછી રાખવાના મતને ટેકો આપું. પ્ર. તો આપણે એમ કહીએ કે આપની અને સમાજવાદીઓની વચ્ચે મૂળ ભેદ એ છે કે આપ એમ માનો છો કે માણસો ટેવ અનુસાર કરતાં આત્મનિયમથી અથવા સંકલ્પશક્તિથી વધુ ચાલે છે, અને સમાજવાદીઓ એમ માને છે કે માણસો સંકલ્પશક્તિ કરતાં ટેવથી વધુ ચાલે છે, અને એથી જ આપ આત્મશોધન માટે મથો છો જ્યારે તે લોકો એવી એક વ્યવસ્થા ઊભી કરવા મથે છે, જ ેમાં માણસો બીજાનું શોષણ કરવાની ઇચ્છાનો અમલ જ ન કરી શકે.

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


[ઉ.] માણસ પોતાની ટેવ પ્રમાણે જીવે છે

તે કબૂલ કરવાની સાથે હં ુ એમ પણ માનું છુ ં કે માણસ પોતાની સંકલ્પશક્તિનો ઉપયોગ કરે તે તેને માટે વધારે સારું છે. વળી હં ુ માનું છુ ં કે માણસો પોતાની સંકલ્પશક્તિ એટલી વધારી શકે કે જ ેથી શોષણ ઓછામાં ઓછુ ં થઈ જાય. રાજ્યના હાથમાં વધુ પડતી સત્તાને હં ુ ભયની નજરે જોઉં છુ ,ં કારણ કે ઉપરથી જોતાં તે શોષણને ઓછામાં ઓછુ ં કરી નાખીને માણસજાતને લાભ પહોંચાડે છે, પણ વ્યક્તિત્વ, જ ે બધી પ્રગતિના મૂળમાં રહે લું છે, તેનો નાશ કરીને મોટામાં મોટુ ં નુકસાન કરે છે. માણસે ટ્રસ્ટીશિપ અંગીકાર કર્યાના ઘણા દાખલા આપણે જાણીએ છીએ, પણ રાજ્ય ખરે ખર ગરીબો માટે જીવ્યું હોય એવો એકે દાખલો નથી. પ્ર. પણ આપ ટ્રસ્ટીશિપના જ ે દાખલા કેટલીક વાર ટાંકો છો તેમાં બીજા કોઈ કારણ કરતાં આપનો અંગત પ્રભાવ વધારે હોય એમ નહીં? આપના જ ેવા ઉપદેશકો વારં વાર આવતા નથી. તેથી આપના જ ેવા પુરુષના આગમન ઉપર આધાર રાખવાને બદલે માણસમાં જોઈતું પરિવર્તન લાવવા માટે કોઈ સંગઠન ઉપર આધાર રાખવો એ વધુ સારું નહીં? [ઉ.] મને બાજુ એ રાખતાં, તમારે એટલું

યાદ રાખવું જોઈએ કે માનવજાતના બધા જ મહાન ઉપદેશકોનો પ્રભાવ તેમના જીવનકાળ પછી ટકી રહ્યો છે. મહં મદ, બુદ્ધ કે ઈશુ જ ેવા દરે ક ઉપદેશકના ઉપદેશમાં અમુક ભાગ શાશ્વત હતો અને અમુક ભાગ તે જમાનાની જરૂરિયાત અને આવશ્યકતાને અનુરૂપ હતો. આજ ે ધર્માચરણમાં આટલી બધી વિકૃતિ પેસી ગઈ છે તેનું કારણ એ જ છે કે આપણે

તેમના ઉપદેશના શાશ્વત ભાગ ભેગો અશાશ્વત ભાગ પણ સમાવવા માગીએ છીએ. પણ એ વાત બાજુ એ રાખીએ તોયે, તમે એટલું જોઈ શકો છો કે એ પુરુષોનો પ્રભાવ તેમના અવસાન પછી પણ આપણને બળ આપતો રહ્યો છે. ઉપરાંત, મને જ ે વાંધો છે તે હિં સા ઉપર રચાયેલા સંગઠનનો છે; રાજ્ય એવું જ સંગઠન છે. સ્વૈચ્છિક સંગઠન તો હોવું જ જોઈએ. પ્ર. તો પછી આપનો આદર્શ સમાજ કેવો છે? [ઉ.] હં ુ માનું છુ ં કે દુનિયામાં દરે ક માણસ

અમુક સ્વાભાવિક વૃત્તિઓ સાથે જન્મે છે. એ જ રીતે દરે ક માણસ અમુક ચોક્કસ મર્યાદાઓ સાથે જન્મે છે જ ેને એ જીતી શકતો નથી. એ મર્યાદાઓના કાળજીપૂર્વકના નિરીક્ષણ પરથી વર્ણનો કાયદો તારવવામાં આવ્યો છે. એ અમુક વૃત્તિવાળા અમુક લોકો માટે અમુક કાર્યક્ષેત્ર નક્કી કરી આપે છે. આને લીધે બધી અયોગ્ય હરીફાઈઓ ટાળી શકાય છે. આ મર્યાદાનો સ્વીકાર કરવા છતાં વર્ણધર્મે ઊંચનીચના કોઈ પણ પ્રકારના ભેદ સ્વીકાર્યા નથી; એક બાજુ તેણે દરે કને તેની મજૂ રીના ફળની ખાતરી આપી છે તો બીજી બાજુ તેને પોતાના પડોશી પર દબાણ લાવતાં રોક્યો છે. આ મહાન ધર્મની આજ ે અધોગતિ અને બદનામી થઈ છે. પણ મારી ખાતરી છે કે વર્ણના કાયદાના ફલિતાર્થોને પૂરેપૂરા સમજવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે ત્યારે જ આદર્શ સમાજવ્યવસ્થા નિર્માણ થશે. પ્ર. આપ એવું નથી માનતા કે પ્રાચીન ભારતમાં ચારે વર્ણો વચ્ચે આર્થિક મોભા અને સામાજિક અધિકારોની બાબતમાં ભારે ભેદ પ્રવર્તતો હતો?

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

327


[ઉ.] ઐતિહાસિક દૃષ્ટિએ એ સાચું હશે,

નથી. ફરજોની વ્યાખ્યા બાંધી તેની બજાવણી કરો એટલે હિં સાને બિલકુ લ અવકાશ જ રહે તો નથી. હિં સા તો ત્યારે અનિવાર્ય થઈ પડે જ્યારે ફરજોને લક્ષમાં લીધા વગર જ હકોનો દાવો કરવામાં આવે છે.

પણ કોઈ નિયમના ખોટા ઉપયોગ અથવા અધૂરી સમજણને કારણે તે નિયમની જ ઉપેક્ષા ન થવી જોઈએ. સતત પ્રયત્નશીલ રહીને આપણે આપણને મળેલા વારસાને વધુ સમૃદ્ધ બનાવવો છે. એ નિયમ માણસોની ફરજો નક્કી કરી આપે છે. ફરજનું ઘટતું પાલન કરવાથી હક આપોઆપ મળી રહે છે. આજકાલ ફરજની ઉપેક્ષા કરવાની અને હકો ઉપર ભાર મૂકવાની અથવા હકો પચાવી પાડવાની ફૅ શન થઈ પડી છે.

પ્ર. સંસારનું સ્વરૂપ અંતે તો મર્યાદિત છે, એ આપણે જાણીએ છીએ એટલે તેના ઉપર સત્યપાલન લાદવાને બદલે આપણે સત્યનું પાલન આપણા પૂરતું મર્યાદિત રાખવું ન જોઈએ? [ઉ.] તમે સત્યને એ રીતે મર્યાદિત કરવા

જશો તોયે કરી નહીં શકો. સત્યની એકેએક અભિવ્યક્તિમાં પ્રચારનાં બીજ રહે લાં છે, જ ેમ સૂરજ પોતાના પ્રકાશને છુ પાવી શકતો નથી તેમ સત્ય પણ છૂપું રહે તું નથી.

પ્ર. જો આપ વર્ણાશ્રમને ફરી સજીવન કરવાને આટલા બધા ઇંતેજાર હો તો એના ઝડપીમાં ઝડપી ઉપાય તરીકે હિં સાની હિમાયત કેમ નથી કરતા? [ઉ.] બેશક, એ પ્રશ્ન જ ઉપસ્થિત થતો

[મૂળ અંગ્રેજી] हिन्दुस्तान टाइम्स, ૧૭-૧૦-૧૯૩૫ 

એક પાદરી બહે ન સાથે ચર્ચા [પાદરી બહે ન :] આપને ક્રોધ કદી નથી ચડતો એમ સાંભળ્યું છે; એ સાચી વાત છે?

[ગાંધીજી :] મને ક્રોધ નથી ચડતો એમ નહીં. હં ુ ક્રોધને પ્રગટ નથી થવા દેતો. અક્રોધરૂપી ધીરજનો ગુણ હં ુ કેળવું છુ ,ં અને સામાન્ય રીતે એમાં ફાવું છુ .ં પણ મને જ્યારે ક્રોધ ચડે ત્યારે હં ુ એને દબાવું છુ .ં હં ુ કેમ દબાવી શકું છુ ં એ નકામો પ્રશ્ન છે, કેમ કે એ ટેવ દરે ક માણસે કેળવવી જોઈએ ને સતત અભ્યાસથી એ પાડવી જોઈએ. આપનામાં ગરીબો માટેનો આ પરમ પ્રેમ કેવી

328

રીતે પ્રગટ થયો? એ કાળ અથવા પ્રસંગ આપ મને કહી શકશો? [ગાં૰] ગરીબો વિશેનો અત્યંત પ્રેમ મારી

જિંદગી સાથે પહે લેથી જડાયેલો છે. મારા ભૂતકાળના જીવનમાંથી દૃષ્ટાંત ટાંકીને હં ુ બતાવી શકું કે મારામાં એ જન્મસિદ્ધ વસ્તુ છે. મારી ને ગરીબોની વચ્ચે કંઈ ભેદ છે એમ મેં કદી માન્યું જ નથી. એમને મેં મારાં સગાંસંબંધી જ ગણ્યાં છે. મેલ અને કચરો તમારા મનમાં ઘૃણા પેદા નથી કરતાં?

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


મેલ અને કચરાને વિશે આ પ્રશ્ન અસાધારણ નહોતો કેમ કે પૂછનાર બહે નને વર્ષોનો નર્સ તરીકેનો અનુભવ હતો. ગાંધીજીએ કહ્યું :

મને મેલા લોકો વિશે અણગમો નથી, પણ મેલ જોઈને મને ત્રાસ છૂટે છે. હં ુ ગંદી થાળીમાંથી ન ખાઉ કે ગંદા ચમચા કે રૂમાલને ન અડુ.ં પણ હં ુ કચરાને એને યોગ્ય સ્થાને રાખવામાં માનું છુ ,ં ત્યાં એ કચરો મટી જાય છે. એ જ બહે ને તે પછી ભિખારીઓનો સવાલ ચર્ચ્યો. ગાંધીજીએ કહ્યું :

મને લાગે છે જ કે ભીખને ઉત્તેજન આપવું ખોટુ ં છે, છતાં હં ુ ભિખારીને કામ અને અન્ન આપવાની તૈયારી બતાવ્યા વિના ન જવા દઉં. એ જો કામ ન કરે તો એને હં ુ ભૂખ્યો જવા દઉં. જ ે અપંગ છે, લૂલાંપાંગળાં છે, આંધળાં છે તેમને સરકારે પોષવાં જોઈએ. પણ અંધાપાના ઢોંગને નામે કે ખરા અંધાપાને નામે ઘણો દગો ચાલે છે. કેટલાયે આંધળા લોકો અયોગ્ય રીતે મેળવેલા પૈસાથી તવંગર થઈ ગયા છે. એમને આ લાલચમાં પાડવા એના કરતાં એમને ક્યાંક અનાથાશ્રમમાં લઈ જવા એ સારું છે. આપ પાદરીઓને ધર્માંતર કરાવવા સારુ હિં દુસ્તાન આવતા રોકો ખરા? [ગાં૰] એમને રોકનાર હં ુ કોણ? મારી

પાસે સત્તા હોય ને હં ુ કાયદો કરી શકું તો હં ુ ધર્માંતર કરવાનું બધું કામ જ બંધ કરાવી દઉં. એનાથી વર્ગ વર્ગ વચ્ચે નાહક ઝેરવેર વધે છે ને પાદરીઓમાં વિખવાદ થાય છે. પણ કોઈ પણ પ્રજાના માણસો કેવળ પ્રેમભાવથી સેવા કરવા જ આવે તો એમને હં ુ આવકાર આપું. હિં દુ કુ ટુબ ં ોમાં પાદરીના

પ્રવેશથી પહે રવેશ, રીતભાત, ભાષા, આહાર અને પીણામાં ફે રફાર થઈ ગયા છે અને પરિણામે કુ ટુબ ં ો છિન્નભિન્ન થઈ ગયાં છે.

આપ વાત કરો છો તે જૂ ના દિવસોની નહીં? હવે ધર્માંતરની સાથે આ બધી વસ્તુઓ નથી આવતી. [ગાં૰] બહારની સ્થિતિ કદાચ બદલાઈ

હશે, પણ અંદરની તો ઘણે ભાગે એવી ને એવી જ છે. હિં દુ ધર્મની વગોવણી હળવી રીતે પણ ચાલે જ છે, પાદરીઓની દૃષ્ટિમાં મોટો ફે રફાર થઈ ગયો હોત તો મિશનોની દુકાનમાં મરડોકની ચોપડીઓ તેઓ વેચાવા દેત ખરા કે? પાદરીઓનાં મંડળોએ એ ચોપડીઓનો નિષેધ કર્યો છે ખરો? એ ચોપડીઓમાં હિં દુ ધર્મની વગોવણી વિના બીજુ ં કશું નથી. તમે કહો છો કે જૂ ની કલ્પના હવે રહી નથી. હજુ થોડા જ દિવસ પર એક પાદરી દુકાળથી પીડાતા મલકમાં પૈસા લઈને પહોંચી ગયો. દુકાળિયાઓને પૈસા વહેં ચ્યા, તેમને ખ્રિસ્તી બનાવ્યા, એમનું મંદિર લઈ લીધું, ને તે ભંગાવી નાખ્યું. આ તો અત્યાચાર કહે વાય. એ મંદિર પર ખ્રિસ્તી થયેલા હિં દુઓની માલિકી રહી નહોતી તેમ એ ખ્રિસ્તી પાદરીનું પણ થઈ શકે એમ નહોતું. પણ આ ભાઈ પહોંચ્યા, ને જ ે લોકો થોડા જ વખત પર માનતા હતા કે એ મંદિરમાં ઈશ્વર છે તેમને જ હાથે એ મંદિર તોડાવ્યું. પેલી બહે નના મન પર આ વાતની અસર થયેલી દેખાઈ, તેણે કદાચ આ વાત નહીં સાંભળી હોય. તેણે કહ્યું : અમારા ઇસ્પિતાલમાં અમે દર્દીઓની ધાર્મિક માન્યતાઓ પર અસર પાડવા નથી માગતાં. અમારા ડૉક્ટર કહે છે, લોકો આપત્તિમાં

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

329


ઈશુ જો આજ ે પૃથ્વી પર ફરી આવે તો ખ્રિસ્તી ધર્મને નામે જ ે વસ્તુઓ ચાલી રહી છે તેમાંની ઘણીનો તે ઇનકાર કરે . “પ્રભુ, પ્રભુ” એમ જ ે મુખેથી ઉચ્ચારે છે તે ખ્રિસ્તી નથી, પણ “જ ે પ્રભુની ઇચ્છા પ્રમાણે આચરે છે” તે સાચો ખ્રિસ્તી છે. અને જ ે માણસે ઈશુ ખ્રિસ્તનું નામ ન સાંભળ્યું હોય તે પ્રભુની ઇચ્છા પ્રમાણે ન વર્તી શકે શું?

આપણી પાસે સારવાર માટે આવે એનો આપણે ગેરલાભ ન લેવો જોઈએ. પણ ગાંધીજી, આપ ધર્માંતરની જ વિરુદ્ધ શા માટે છો? અમે લોકોને વધારે સારા જીવનને સારુ આમંત્રણ આપીએ એને માટે બાઇબલમાં પ્રમાણ નથી? [ગાં૰] હા, પણ એનો અર્થ એવો નથી કે

તમારે એમને ખ્રિસ્તીધર્મી બનાવવા. તમે તમારાં ધર્મવચનોનો જ ે અર્થ કરતા લાગો છો તે કરો તો એનો અર્થ એ થયો કે માનવજાતિનો મોટો ભાગ તમારી માન્યતાઓને ન અનુસરે તો તમે એને વગોવી કાઢો છો.

[મૂળ અંગ્રેજી] हरिजनबंधु, ૧૨-૫-૧૯૩૫ 

માર્ગરે ટ સૅંગર સાથે મુલાકાત મિસિસ માર્ગરે ટ સૅંગર થોડા જ સમય ઉપર ગાંધીજીને વર્ધામાં મળી ગયાં. ગાંધીજીએ એમને સારી પેઠ ે સમય આપ્યો. આ દેશ છોડતાં પહે લાં એમણે इलस्ट्रेटेड वीकली સાપ્તાહિકમાં એક લેખ લખ્યો છે, જ ેમાંથી ગાંધીજીની સાથેની વાતચીતમાંથી એમણે કેટલો ઓછો લાભ મેળવ્યો છે એ દેખાય છે. એઓ આવ્યાં હતાં તો ગાંધીજીની પાસે માર્ગદર્શન મેળવવાને. “અગણિત લોકો તમને પૂજ ે છે, તમારો પડ્યો બોલ ઉઠાવે છે. તેમને આપ કાંઈ ન કહો? તેમને માટે આપ કાંઈ એવો મંત્ર ન આપો કે જ ેથી તેઓ સન્માર્ગે જતાં શીખે?” — એ એમની માગણી હતી. “દેશનાં લાખો સ્ત્રીપુરુષોનું હિત તમે સાધ્યું છે, આ બાબતમાં પણ તમે કંઈક કરો.” એવી એમની માગણી હતી. પહે લે દિવસે સારી પેઠ ે વાત કર્યા પછી એમની વાતની ભૂખ વધી એટલે બીજ ે દિવસે એટલી જ લાંબી વાતો કરી. હવે એ

330

બહે ન જણાવે છે કે ગાંધીજીને તો હિં દુસ્તાની મહિલાઓનું કશું જ જ્ઞાન નથી, બલકે મહિલા માનસની જ કશી ખબર નથી, કારણ કે એમણે તો આખી વાતચીતમાં બે એવી બેહૂદી વાતો કરી કે એમનું અજ્ઞાન ખુલ્લું થઈ ગયું. ગાંધીજીએ આ વાતોમાં પોતાનો આત્મા નિચોવી દીધો હતો, પોતાની આત્મકથાનાં કેટલાંય પ્રકરણો હૃદયંગમ ભાષામાં પ્રગટ કર્યાં હતાં, પણ એ બધાંનો મથિતાર્થ આ બહે ને એ કાઢ્યો કે ગાંધીજીને સ્ત્રીમાનસનું કશું જ્ઞાન નથી. ગાંધીજીની પાસે એ મહિલાને બહે નોને માટે એક ઉદ્ધારક મંત્ર જોઈતો હતો. એ મંત્ર એને મળ્યો, પણ એને તો पोताना मंत्र ઉપર ગાંધીજી મહોર લગાવી દે એ જોઈતું હતું. એટલે એ સુવર્ણમંત્ર એમને કોડીનો લાગ્યો. એમને ભલે કોડીનો લાગ્યો હોય, પણ હિં દની બહે નોને માટે એ મંત્ર આપવાની જરૂર છે, કારણ કે એમને એ કોડીનો લાગવાનો

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


નથી. ગાંધીજીએ તો એમને વીનવી વીનવીને એમ પણ કહે લું કે મારી પાસેથી તમને એક જ વાત મળી શકે. મારા અને તમારા તત્ત્વજ્ઞાનમાં આસમાન-જમીનનું અંતર રહ્યું છે. એ બધી વાતની તેમણે વાતચીત વખતે તો સારી ગણના કરી હતી, પણ પોતે જ ે લેખ બહાર પાડ્યો છે તેમાં કશી ગણના જ નથી કરી. ગાંધીજીએ તો પીડિત બહે નોને માટે આ સુવર્ણમંત્ર આપ્યો હતો :

મેં તો મારી સ્ત્રીના ગજ ે બધી બહે નોનું માપ કાઢ્યું છે. દક્ષિણ આફ્રિકામાં અનેક બહે નોને મળેલો — ગોરી અને હિં દી — બંનેને. હિં દી બહે નોને તો બધીને હં ુ મળી ચૂક્યો કહે વાઉં. કારણ કે તેમની મારફતે મેં કામ લીધું હતું. સૌને હં ુ તો દાંડી પીટી પીટીને કહે તો કે તમે તમારા શરીરનાં — જ ેમ આત્માનાં તેમ જ શરીરનાં — માલિક છો, તમારે કોઈને વશ વર્તવાનું નથી, તમારી મરજી વિરુદ્ધ તમારાં માતાપિતા કે તમારા પતિ તમારી પાસેથી કશું કરાવી શકે એમ નથી. પણ ઘણી પોતાના પતિને ‘ના’ પાડી શકતી નથી. એમાં એમનો દોષ નથી. પુરુષોએ તેમને પાડી છે, પુરુષોએ તેમના પતનને માટે અનેક જાળો રચી છે, અને સાંકળને પણ એમણે સુવર્ણની સાંકળો તરીકે વર્ણવી છે, એટલે એ બાપડી પુરુષની પાછળ ખેંચાઈ છે. પણ મારી પાસે તો એક જ સુવર્ણમાર્ગ છે. તે એ કે તેમણે પુરુષો સામે બળવો કરવો, તેમની મરજી વિરુદ્ધ પુરુષો સંતતિનો ભાર તેમની ઉપર નથી જ નાખી શકતા, એમ તેમણે પોકારીને જાહે ર કરવું. આ બળવો કરાવવામાં હં ુ મારાં જિંદગીનાં બાકીનાં વર્ષો ખરચી નાખવાનો છુ .ં પુરુષ પશુવૃત્તિથી તેની

પાસે જાય તો તેને સ્પષ્ટ રીતે ‘ના’ કહે વાની શક્તિ તેમણે મેળવવાની છે. એ મેળવી કે પછી કશું કરવાની જરૂર નથી. અહીં હિં દુસ્તાનમાં તો સંતતિનિયમનનો પ્રશ્ન જ નથી રહે વાનો. બધા પુરુષો પશુ નથી. મેં તો મારા અંગત સંબંધમાં આવેલી ઘણી સ્ત્રીઓને આ બળવાની કળા શીખવી છે. ઘણી એ બળવો કરવા ઇચ્છતી નથી એટલે સપડાય છે. મારું તો માનવું છે કે સેંકડે ૯૯ ટકા સ્ત્રીઓ જરાય કડવાશ વિના પોતાના પ્રેમથી જ પતિઓને વીનવી શકશે કે અમારા ઉપર બળાત્કાર ન કરો. આ વસ્તુ એમને શીખવવામાં નથી આવી. નથી માબાપે શીખવી, નથી સમાજસુધારકે શીખવી. છતાં કેટલાક બાપો એવા જોયા છે કે જ ેમણે પોતાના જમાઈને આ વાત કરી છે, અને કેટલાક સારા પતિઓ પણ જોયા છે કે જ ેમણે પોતાની સ્ત્રીની રક્ષા કરી છે. મારી તો અનેક વાતની એક વાત છે કે સ્ત્રી પોતાનો બળવાનો જન્મસિદ્ધ હક્ક છૂટથી વાપરે .

પણ આ વાત મિસિસ સૅંગરને બેહૂદી લાગી. ગાંધીજીની આગળ તો તે નહોતાં બોલ્યાં, પણ પોતાના લેખમાં તે કહે છે કે આ આખી વાત ગાંધીજીનું અજ્ઞાન સૂચવે છે, કારણ સ્ત્રીઓની એવો બળવો કરવાની શક્તિ જ નથી. આજ ે સ્ત્રીઓ બળવો કરતી નથી એ તો ગાંધીજી પોતે પણ કબૂલ કરે છે, પણ દરે ક શુદ્ધ સુધારકે સ્ત્રીઓને એ બળવો કરતાં શીખવવાનો ધર્મ છે એમ ગાંધીજી કહે છે. ક્રોધ, દ્વેષ ને હિં સાના દાવાનળ ઈશુ મહાત્માના જમાનામાં પણ સળગતા હતા, પણ તેમણે ઉપદેશ આપ્યો પ્રેમનો, અહિં સાનો. એનું પાલન આજ ે પણ અલ્પ થાય છે, પણ એથી ઈશુ મહાત્માને માનવસમાજનું જ્ઞાન નહોતું એમ કોઈ કહે તું નથી.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

331


મિસિસ સૅંગર મુંબઈની ચાલોમાં કેટલીક સ્ત્રીઓને મળી આવી હતી, તે ઉપરથી કહે તી હતી કે એ સ્ત્રીઓની સાથેની વાત ઉપરથી તો તેને એમ લાગ્યું કે તેમને સંતતિનિયમનનાં સાધન મળે તો તેઓ બહુ રાજી થાય. ભગવાન જાણે એ કઈ ચાલમાં ગઈ હતી, અને એમનો દુભાષિયો કોણ હતો. પણ ગાંધીજીએ તો એમને કહ્યું કે —

હિં દુસ્તાનનાં ગામડાંમાં તમે જાઓ, આ સાધનોની વાત પણ તેઓ સહન ન કરે . આજ ે ગણીગાંઠી ભણેલીગણેલીઓને તમે બહે કાવી શકો છો તેટલાથી તમે એમ ન માનશો કે હિં દુસ્તાનની સ્ત્રીઓનું એવું માનસ છે. પણ આ બળવાથી તો ગૃહજીવનમાં કજિયાકંકાસ વધશે, સ્ત્રીઓ અળખામણી થશે, પતિ- પત્નીના વિવાહિત જીવનની સુગંધ અને ખૂબસૂરતી ચાલી જશે એમ મિસિસ સૅંગરને લાગ્યું. વાત તો એ હતી કે આ બળવાથી એ બધું થશે એમ નહીં, પણ શરીરસંબંધ વિનાનું વિવાહિત જીવન જ શુષ્ક થઈ જાય છે એમ એ બહે ન માનનારી છે, એટલે શરીરસંબંધ વિરુદ્ધના બળવાની સલાહ જ એમને ગળે ઊતરતી નથી. અમેરિકાના કેટલાક દાખલા એમણે ગાંધીજી આગળ ટાંક્યા, અને જણાવ્યું કે, “જુ ઓની, આ પતિપત્નીનું જીવન નોખા પડવાથી કંટકમય થયું હતું, પણ તેમને સંતતિનિયમન કરતાં શીખવ્યું એટલે એ લોકો વિવાહિત જીવનની મજા પણ માણી શક્યાં અને એમનું જીવન પણ સુખી થયું.”

ગાંધીજીએ કહ્યું : હં ુ તમને ઢગલાબંધ દાખલા બીજા પ્રકારના આપી શકું છુ .ં શુદ્ધ સંયમી જીવનથી કદી દુઃખ નથી ઉત્પન્ન થયું. પણ આત્મસંયમ તો જલદ વસ્તુ છે. આત્મસંયમ રાખનારો પોતાના 332

જીવનમાત્રને સંયમી ન કરે ત્યાં સુધી તેમાં સફળ થઈ જ ન શકે. મારી તો ખાતરી છે કે આત્મસંયમથી ભાંગીને ખોખરાં થઈ ગયેલાના તમે દાખલા આપો છો તે તો સંયમહીન, બાહ્ય ત્યાગ કરી અંતરથી વિષયનું સેવન કરનારાઓના દાખલા છે. તેવાઓને હં ુ સંતતિનિયમનનાં સાધનોની ભલામણ કરું તો તેમનાં જીવન છે એના કરતાં પણ વધારે ગંદાં બને. કુંવારાં સ્ત્રીપુરુષોના હાથમાં તો આ સાધનો નરકનાં દ્વાર થઈ પડશે એ વિશે ગાંધીજીને શંકા જ ન હતી. તેમણે પોતાના અનુભવો કહ્યા. પણ મિસિસ સૅંગર વર્ધાની વાતચીતમાં તો કુંવારા પુરુષોને માટે આ સાધનોની ભલામણ કરતાં નહોતાં જણાયાં. તેમણે તો એટલું પૂછ્યું​ં : પરણેલાને માટે પણ તમે આવી રજા ન આપો?

ગાંધીજીએ કહ્યું : નહીં. પરણેલાંનું પણ એ નખ્ખોદ વાળશે.

વાતચીતમાં મિસિસ સૅંગરે જ ે દલીલ નહોતી કરી તે દલીલ આની સામે મિસિસ સૅંગર પોતાના લેખમાં કરે છે. તેઓ કહે છે : જો સંતતિનિયમના સાધનથી જ માણસો અતિ વિષયી અથવા વ્યભિચારી બનતાં હોય તો તો ગર્ભાધાન પછીના નવ માસમાં પણ અતિ વિષયી અને વ્યભિચારને અવકાશ નથી રહે તો કે? દલીલની ખાતર તો એ દલીલ કરી શકાય છે, પણ એ દલીલ સ્ત્રીજાતિને જ કેટલી અપમાનજનક છે એનો મિસિસ સૅંગરે નથી વિચાર કર્યો લાગતો. અતિશય દબાયેલી અથવા અતિશય વિષયી એવી કોક સ્ત્રીને બાદ કરતાં કઈ ગર્ભવતી સ્ત્રી પોતાના પતિની પણ વિષયવાસનાને વશ થાય છે? પણ વાત એ હતી કે, મિસિસ સૅંગર અને ગાંધીજીના માનસ વચ્ચે આસમાન-જમીનનું અંતર હતું. વાતચીતમાં વિષયેચ્છા અને પ્રેમની ચર્ચા

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ચાલી. વિષયેચ્છા અને પ્રેમ એ બે નોખી વસ્તુઓ છે એમ ગાંધીજીએ કહ્યું. એમ મિસિસ સૅંગરે પણ કહ્યું. ગાંધીજીએ પોતાના અનુભવનો પ્રકાશ પાડી કહ્યું કે —

માણસ પોતાના મનને ગમે તેટલું છેતરે , પણ વિષય તે વિષય છે અને પ્રેમ તે પ્રેમ છે. કામરહિત પ્રેમ એ માણસને ચડાવે છે, કામવાસનાવાળો સંબંધ એ માણસને પાડે છે. ગાંધીજીએ પ્રજોત્પત્તિ માટેના ધર્મ્ય સંબંધનો અપવાદ કર્યો. એમણે દૃષ્ટાંત આપીને સમજાવ્યું : દેહ- નિર્વાહાર્થે આપણે ખાઈએ એ અસ્વાદ છે, આહાર છે; પણ જીભને સંતોષવા ખાઈએ એ આહાર નથી, અસ્વાદ નથી; પણ સ્વાદ છે, વિહાર છે. માણસ શીરો કે પકવાન કે શરાબ, ક્ષુધા કે તૃષાશમનને માટે ખાતોપીતો નથી, પણ કેવળ પોતાની વિષયલોલુપતાને વશ થઈને ખાયપીએ છે. તે જ રીતે શુદ્ધ સંતાનોત્પત્તિ અર્થે પતિપત્ની ભેગાં થાય એ પ્રેમસંબંધ છે, સંતાનોત્પત્તિની ઇચ્છા વિના ભેગા થાય એ ભોગ છે. મિસિસ સૅંગરે કહ્યું : આ ઉપમા જ મને કબૂલ નથી. [ગાં૰] તમને એ શેની કબૂલ હોય? તમે

તો સંતાનેચ્છા વિનાના સંબંધને આત્માની ભૂખ માનો છો એટલે શેની તમને મારી વાત ગળે ઊતરે ?

મિ. સૅં.: હા, હં ુ એને આત્માની ભૂખ માનું છુ .ં એ ભૂખની કેવી રીતે તૃપ્તિ કરવી એ મુખ્ય વાત છે, તૃપ્તિના પરિણામે સંતાન હોય કે ન હોય એ ગૌણ વાત છે. ઘણાં બાળકો ઇચ્છા વિના જ ઉત્પન્ન થાય છે. અને શુદ્ધ પ્રજોત્પત્તિ માટે તો કોણ ભેગાં થતાં હશે? જો શુદ્ધ પ્રજોત્પત્તિ માટે ભેગાં થવું હોય તો પતિપત્નીને ત્રણચાર વાર વિષયેચ્છાને તૃપ્ત કરીને સંતોષ માનવો પડે

અને સંતાનેચ્છાથી સંબંધ કર્યો તે શુદ્ધ પ્રેમ થયો અને સંતાનેચ્છા વિનાનો સંબંધ એ વિષયસંબંધ થયો એ તો બરાબર વાત નથી. [ગાં૰] અમુક સંતાન થયાં એટલે મેં તો

મારા વિવાહિત જીવનમાં શરીરસંબંધ બંધ કર્યો એ અનુભવની વાત કહં ુ છુ .ં સંતાનેચ્છાનો કે સંતાનેચ્છા રહિત બધો જ સંબંધ વિષય સંબંધ છે એમ તેમ કહે વા માગો તો એ હં ુ કબૂલ કરી લઉં એમ છુ .ં મારો તો એક અનુભવ દીવા જ ેવો છે કે હં ુ જ્યારે શરીરસંબંધ કરતો ત્યારે અમારા જીવનમાં સુખ અને શાંતિ અને વિશુદ્ધ આનંદ નહોતાં. એક આકર્ષણ હતું ખરું, પણ જ ેમ અમારા જીવનમાં, — મારામાં — સંયમ વધતો ગયો તેમ અમારું જીવન વધારે ઉન્નત થતું ગયું. વિષયેચ્છા હતી ત્યાં સુધી સેવાશક્તિ શૂન્ય હતી. વિષયેચ્છા ઉપર કાપ મૂક્યો કે તુરત સેવાશક્તિ ઉત્પન્ન થઈ. કામ ગયો અને પ્રેમનું સામ્રાજ્ય જામ્યું.

એમણે પોતાના જીવનના એક બીજા આકર્ષણની પણ વાત કરી, એ આકર્ષણથી ઈશ્વરે એમને કેવી રીતે બચાવ્યા એ પણ વાત કરી. પણ આ બધી અનુભવની વાતો મિસિસ સૅંગરને અપ્રસ્તુત લાગી. કદાચ ન માનવા જ ેવી લાગી હોય તો નવાઈ નહીં, કારણ પોતાના લેખમાં એ કહે છે કે “મહાસભાના ખોબા જ ેટલા કાર્યકર્તાઓ પોતાની વિષયેચ્છાને વાળી લઈ તેને સેવાશક્તિમાં પરિણત કરી શકતા હોય તો ભલે, પણ તે ગણ્યાગાંઠ્યાને છોડીને અમારે વાતો કરવાની હતી!” ખરી વાત તો એ છે કે ગાંધીજી સ્વપ્નદ્રષ્ટા તરીકે વાત કરતા નહોતા. તેમણે તો મિસિસ સૅંગરને પોતાની કોટિ ઉપર મૂકીને જ આખો સંવાદ ચલાવેલો. પોતે એક નીતિશિક્ષક છે,

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

333


મિસિસ સૅંગર પણ નીતિશિક્ષક છે; પોતે એક સમાજસેવક છે, મિસિસ સૅંગર પણ સમાજસેવક છે એમ માનીને જ આખો સંવાદ રચેલો. અને છતાં વ્યવહારની ભૂમિકા ઉપર ઊભા રહીને જ વાતો કરી હતી. એમણે કહ્યું :

ઉતારવાનાં છો, કારણ કે એમાં મર્યાદા તમે મૂકી શકવાનાં નથી.

વર્ધાની વાતચીત દરમિયાન તો મિસિસ સૅંગર એટલા બધા મિત્રભાવે, એટલી બધી જિજ્ઞાસાવૃત્તિથી વર્ત્યાં હતાં કે ગાંધીજીને એમણે કહ્યું : પણ કોક ઉપાય તો બતાવો. સંયમ મનેયે જોઈએ છે. સંયમ મને અળખામણો નથી, પણ શક્ય સંયમ જ પળાય ના? સત્યશોધકની નમ્રતાથી ગાંધીજીએ કહ્યું :

નહીં, નીતિના રક્ષક તરીકે મારો અને તમારો ધર્મ તો એ છે કે આ સંતતિનિયમનના સિવાય બીજા ઉપાયો યોજો. જિંદગીમાં કોયડાઓ તો આવ્યા જ કરવાના, પણ કોયડાનો ઉકેલ સગવડિયાં સાધનથી ન કરી શકાય. આ સંતતિનિયમનનાં સાધનોને અધર્મ ગણીને ચાલશો તો જ તમને બીજાં સાધનો સૂઝશે. ત્રણચાર બાળકો થાય પછી મા-બાપે વિષયેચ્છાને શમાવી દેવી જોઈએ એ પ્રકારનું શિક્ષણ આપણે શા સારુ નહીં આપીએ? એ પ્રકારનો કાયદો શા સારુ આપણે નહીં ઘડીએ? ભોગ ઘણા ભોગવી લીધા, ચાર-ચાર છોકરાં થાય પછી શા સારુ ભોગેચ્છાને ન રોકવામાં આવે? છોકરાં મરી જાય, અને પાછાં જોઈએ તો વળી ભલે ભેગાં થાય, સંતાન ઉત્પન્ન કરી પાછાં શાંત થાય. આમ કરશો તો વિવાહબંધનને તમે ઊંચી કક્ષા ઉપર મૂકી દેશો. બાકી તો બધો સંબંધ છે સ્તો! સંતતિનિયમનની સલાહ મારી પાસે માગવા આવે એ સ્ત્રીને હં ુ તો કહં ુ , “એ સલાહ બહે ન, મારી પાસે ન મળે; બીજા પાસે જાઓ.” પણ તમે તો સંતતિનિયમના ધર્મનો આજ ે પ્રચાર કરી રહ્યાં છો. હં ુ તમને કહં ુ છુ ં કે આમાં તમે એમને નરકમાં

એક ઉપાય દેખાય છે ખરો. નબળાં માનવીઓને માટે, ઉપાય હમણાં જ એક મિત્રે મોકલેલા પુસ્તકમાં જોવામાં આવ્યો. એમાં એવું સૂચન છે કે ઋતુકાળ પછીના અમુક દિવસો છોડીને વિષયસેવન કરવું. એમ પણ માણસને મહિનામાં ૧૦-૧૨ દિવસો મળી રહે છે અને સંતાનમાંથી બચી શકે છે. એ ઉપાયમાં બાકીના દિવસોએ તો સંયમ પાળવાનો જ રહ્યો, એટલે હં ુ એ ઉપાયને સાંખી લઈ શકું ખરો. પણ આ ઉપાય મિસિસ સૅંગરને લૂખો લાગ્યો હશે, કારણ એ ઉપાયનો એમણે ન પોતાના લેખમાં, ન પોતાનાં ભાષણોમાં ક્યાંય ઉલ્લેખ કર્યો! એ ઉપાયની જ વાત કરે તો સંતતિનિયમનનાં સાધનો વેચનારા ભીખ માગે, અને મહિનાના ત્રીસે દિવસ જ ેને ભોગેચ્છા હોય તેનું બાપડાનું શું થાય? [મૂળ ગુજરાતી] हरिजनबंधु, ૨૬-૧-૧૯૩૬

334

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


એક મિત્ર સાથે ચર્ચા [મિત્ર :] માણસે રોજ આઠ કલાક શરીરશ્રમ કરવો જોઈએ એવો આગ્રહ આપ શા માટે રાખો છો? સુવ્યવસ્થિત સમાજમાં કામના કલાક ઘટાડીને બે કરવાનું ને માણસને બુદ્ધિ ને કલાની પ્રવૃત્તિઓ માટે પૂરતો ફુરસદનો વખત રાખવાનું ન બની શકે?

[ગાંધીજી :] આપણે જાણીએ છીએ કે એવી ફુરસદ જ ેમને મળે છે — પછી તે મજૂ ર હો કે બુદ્ધિજીવી હો — તે એનો સારામાં સારો ઉપયોગ કરતા નથી. ઊલટુ ં આપણે તો જોઈએ છીએ કે નવરું મન શેતાનનું કારખાનું બની જાય છે. ના, માણસ આળસુ નહીં બેઠો રહે . ધારો કે આપણે બે કલાકની શારીરિક મહે નત ને છ કલાકની બૌદ્ધિક મહે નત એવા દિવસના ભાગ પાડીએ તો? એથી રાષ્ટ્રને લાભ ન થાય? [ગાં૰] એ બની શકે એમ હં ુ માનતો નથી.

મેં એનો હિસાબ કાઢ્યો નથી. પણ કોઈ માણસ રાષ્ટ્રને માટે નહીં પણ કેવળ સ્વાર્થને સારુ બૌદ્ધિક શ્રમ કરે તો આ યોજના પડી ભાંગે; સરકાર એને બે કલાકના શરીરશ્રમ માટે સારી પેઠ ે પૈસા આપે ને બીજુ ં કામ વગરપૈસે કરવાની ફરજ પાડે તો જુ દી વાત છે. એ સુંદર વસ્તુ થાય, પણ એ એક પ્રકારના રાજ્યના બળાત્કાર વિના ન બને.

પણ આપનો જ દાખલો. આપનાથી આઠ કલાકનો શરીરશ્રમ થઈ શકે એમ છે જ નહીં; આપને આઠ કે એથીયે વધારે કલાક બૌદ્ધિક કામ કરવું પડે છે. આપ તો આપની ફુરસદનો દુરુપયોગ નથી કરતા! [ગાં૰] આ ફરજિયાત કામ છે ને એમાં

ફુરસદ જ નથી રહે તી. દાખલા તરીકે હં ુ

ટેનિસ રમવા જતો હોઉં તો એ ફુરસદનો વખત છે એમ કહી શકાય. પણ મારો દાખલો લઈને પણ હં ુ એમ કહં ુ કે આપણે આઠ કલાક હાથપગની મહે નત કરતા હોત તો આપણાં મન આજ ે છે એના કરતાં અનંતગણાં સારાં હોત. આપણને એકે નકામો વિચાર ન આવત. મારા મનમાં નકામા વિચારો કદી આવતા જ નથી એમ હં ુ ન કહી શકું. અત્યારે પણ હં ુ આવો છુ ં એનું કારણ એ છે કે મારા જીવનમાં બહુ વહે લાં હં ુ શરીરશ્રમની કિંમત સમજ્યો હતો. પણ જો શરીરશ્રમમાં એટલો બધો ગુણ હોય તો આપણા લોકો રોજના આઠ કલાક કરતાં વધારે કામ કરવા છતાં એમના મનની શુચિતા કે શક્તિ પર કશી દેખીતી અસર થતી નથી, એનું શું? [ગાં૰] શરીરશ્રમમાં બધી કેળવણી સમાઈ

જતી નથી, જ ેમ માનસિક શ્રમમાં પણ નથી. આપણા લોકો જાણતા નથી પણ એમને માટે એ ગધ્ધાવૈતરું છે, ને એનાથી માણસની સૂક્ષ્મ વૃત્તિઓ જડ થઈ જાય છે. એ જ મારી સવર્ણ હિં દુઓ સામેની મોટામાં મોટી ફરિયાદ છે. એમણે મજૂ રોના કામને ગધ્ધાવૈતરું બનાવી મૂક્યું છે, એમાંથી એ લોકોને આનંદ મળતો નથી તેમ એમને એ કામમાં કશો રસ પણ નથી. એમને જો સમાજના સમાન દરજ્જાવાળા સભ્યો ગણ્યા હોત તો એમનું સ્થાન સમાજમાં સૌથી વધારે ગૌરવવાળું હોત. આ કળયુગ ગણાય છે. સત્યયુગમાં હં ુ માનું છુ ,ં સમાજ આજના કરતાં વધારે સુવ્યવસ્થિત હતો. આપણો દેશ અતિ પ્રાચીન છે, એમાં અનેક

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

335


મનનો વિકાસ કરી શકતો નથી. મેં જ ે વાચન કર્યું છે તે જ ેલમાં મળેલા ફુરસદના વખતમાં કર્યું છે, ને મને એનાથી લાભ થયો છે કેમ કે એ બધું વાચન ગમે તેમ નહીં પણ કંઈક નિશ્ચિત હે તુથી કરે લું. અને મેં દિવસો ને મહિના લગી રોજના આઠ-આઠ કલાક કામ કર્યું છે છતાં હં ુ નથી માનતો કે મારું મગજ ખવાઈ ગયું છે. હં ુ ઘણી વાર રોજના ચાલીસ માઈલ ચાલ્યો છુ ં હતાં મેં મગજની જડતા નથી અનુભવી.

સંસ્કૃતિઓ ઉદ્ભવીને લય પામી છે, અને અમુક યુગમાં આપણે કેવા હતા એ નિશ્ચયપૂર્વક કહે વું મુશ્કેલ છે. પણ આપણે લાંબો કાળ શૂદ્રોની ઉપેક્ષા કરી છે તેથી આપણે આજની દુર્દશામાં પડ્યા છીએ એ વિશે જરાયે શંકા નથી. આજની ગામડાંની સંસ્કૃતિ એને સંસ્કૃતિ કહી શકાય તો — ભયાનક સંસ્કૃતિ છે. ગામડાંના લોકો પશુ કરતાં ભૂંડી રીતે જીવે છે. કુ દરત પશુઓને કામ કરવાની ને કુ દરતી જીવન ગાળવાની ફરજ પાડે છે. આપણે આપણા મજૂ રવર્ગના એવા બેહાલ કર્યા છે કે તેઓ કુ દરતી રીતે કામ કરી ને જીવી શકતા નથી. આપણા લોકોએ બુદ્ધિપૂર્વક ને આનંદભેર શરીરશ્રમ કર્યો હોત તો આપણે આજ ે જુ દી જ સ્થિતિમાં હોત.

પણ આપને તો મનની આટલી કેળવણી મળેલી ને! [ગાં૰] ના રે , હં ુ નિશાળમાં ને વિલાયતમાં

કેવો મધ્યમ બુદ્ધિનો હતો એની તમને ખબર નથી. ચર્ચા પરિષદની સભાઓમાં કે અન્નાહારીઓની સભામાં કદી બોલવા જ ેટલી હિં મત પણ મારામાં નહોતી. મારામાં જન્મથી કંઈ અસાધારણ શક્તિ હતી એમ નહીં માનતા. હં ુ માનું છુ ં કે ઈશ્વરે જાણીજોઈને એ વખતે મને બોલવાની શક્તિ આપી નહોતી. તમારે જાણવું જોઈએ કે આપણા સમૂહમાં ઓછામાં ઓછુ ં વાચન મારું છે.

ત્યારે શ્રમ અને સંસ્કારિતાને જુ દાં ન પાડી શકાય એમ ને? [ગાં૰] ના. પ્રાચીન રોમમાં એમ કરવાનો

પ્રયત્ન થયેલો તે છેક જ નિષ્ફળ નીવડ્યો હતો. શ્રમ વિનાની સંસ્કારિતા, કે શ્રમના ફળ રૂપે ન મળેલી સંસ્કારિતા કશા કામની નથી. રોમન લોકોએ વિલાસની ટેવ પાડી ને પાયમાલ થઈ ગયા. આખો દિવસ માત્ર લખવા, વાંચવા કે ભાષણો કરવાથી માણસ

[મૂળ અંગ્રેજી] हरिजनबंधु, ૨-૮-૧૯૩૬ 

336

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


એક સાધુ સાથે ચર્ચા બીજા એક સાધુ જ ે હરિજનોના આગેવાન છે તે એક દિવસ એક વિચિત્ર કોયડો લઈને આવ્યા : “આપણે ઈશ્વરને જાણતા નથી તો એની સેવા શી રીતે કરી શકીએ?”

આપણા કુ ટુબ ં ી સેવા કરીએ, પણ કુ ટુબ ં ને ખાતર ગામને નુકસાન ન પહોંચવા દઈએ. આપણા ગામનું માન સચવાય તેમાં જ આપણું માન રહે લું છે. પણ આપણે દરે ક જણે આપણી મર્યાદા સમજવી જોઈએ. જ ે જગતમાં આપણે રહીએ છીએ તેને વિશેના આપણા જ્ઞાનથી આપણી સેવાશક્તિની મર્યાદા આપોઆપ બંધાઈ જાય છે. પણ આ વાત હં ુ સાદામાં સાદી ભાષામાં મૂકું. આપણે આપણા સાખપડોશીના કરતાં આપણો પોતાનો વિચાર ઓછો કરીએ. આપણા આંગણાનો કચરો પડોશીના આંગણામાં ઠાલવવો એ માનવજાતિની સેવા નથી પણ અસેવા છે. આપણા પડોશીઓની સેવાથી આપણે આરં ભ કરવો જોઈએ.

ગાંધીજીએ કહ્યું : આપણે ઈશ્વરને ન જાણતા હોઈએ, પણ એની સૃષ્ટિને તો જાણીએ છીએ. એની સૃષ્ટિની સેવા એ ઈશ્વરની સેવા છે. પણ ઈશ્વરની આખી સૃષ્ટિની સેવા આપણે શી રીતે કરી શકીએ? [ગાં૰] ઈશ્વરની સૃષ્ટિનો જ ે ભાગ આપણી

નજીકમાં નજીક હોય ને જ ેને આપણે સૌથી વધારે જાણતા હોઈએ તેની જ સેવા આપણે કરી શકીએ. આપણે આપણા સાખપડોશીથી શરૂઆત કરીએ. આપણે આપણું આંગણું સાફ કરીને જ સંતોષ ન માનવો જોઈએ, પણ આપણા પડોશીનું આંગણું સાફ થાય એની પણ ભાળ રાખવી જોઈએ. આપણે

[મૂળ અંગ્રેજી] हरिजनबंधु, ૨૩-૮-૧૯૩૬ 

બૅઝિલ મૅથ્યુઝ અને બીજાઓ સાથે ચર્ચા [ગાં૰] કોઈ સ્ટૅલિન કે હિટલરના જ ેટલી

ચોકસાઈથી કે આત્મવિશ્વાસથી તો બોલી શકાય એમ નથી, કેમ કે મારી પાસે એવો ચોકસ કાર્યક્રમ નથી જ ે હં ુ ગામડાંના લોકો પાસે મારી ઠોકીને પાર પડાવી શકું. મારે કહે વાની જરૂર નથી કે મારી રીત જુ દી છે. હં ુ લોકોને ધીરજથી સમજાવીને તેમનાં મન

ફે રવવા માગું છુ .ં એ એક જાતની લોકકેળવણી છે, ને એ જ ેમ જ ેમ વધતી જાય તેમ તેમ તે કામ લાગતી જાય. આમાં મધ્યબિંદુ શહે રોમાંથી ખસીને આપોઆપ ગામડાંમાં જાય છે. એમને શરીરની ને ગામની સફાઈ, આર્થિક સ્થિતિ ને સામાજિક સંબંધોનો સુધારો એ બાબતોમાં શાની જરૂર છે ને તે કેમ મેળવવું

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

337


એ શીખવવામાં આવશે. તેઓ જો આ પ્રાથમિક શિક્ષણ પૂરેપૂરું ઝીલે તો બીજુ ં બધું તો થઈ રહે શે. પણ એ આદર્શનો ચિતાર આપવામાં મેં આ ભગીરથ કાર્યમાં રહે લી મુસીબતો પણ તમને બતાવી દીધી છે. કેમ કે તમારે જાણવું જોઈએ કે અમારે ત્યાં સેગાંવ કરતાં પણ નાનાં ને વધારે નિરક્ષર ગામડાં છે. ત્યાં લોકો જ ેમ અસ્પૃશ્યતાને વળગી રહે છે તેમ અજ્ઞાન અને મેલને પણ વળગી રહે છે.

આમ કહીને ગાંધીજીએ મિસ્ટર મૅથ્યુઝને ગામડુ ં ને એની આસપાસની જગાનો તાદૃશ ચિતાર આપ્યો, ને લોકો એળે જતા સમયનો તેમજ નકામી ચીજોનો કે વેડફાઈ જતી ચીજોનો સદુપયોગ કેમ કરી શકે એ વિશે કહ્યું. તાડનાં જ ે ઝાડમાંથી કાં તો તાડી કઢાય છે કાં તો નકામાં પડી રહે છે. તેના રસમાંથી ગોળ બનાવવાનો સફળ અખતરો ચાલી રહ્યો છે તેનું વર્ણન આપ્યું; ને મિસ્ટર મૅથ્યુઝ અને મિસ્ટર હૉજને તથા ત્યાં હાજર હતા તે બધાને તે દિવસે સવારે તૈયાર થયેલા ગોળનો નમૂનો આપ્યો. તાડીનો રસ કાઢનાર માણસ રાખવો પડેલો, તેણે મોંમાગ્યા પૈસા લીધેલા; એ વિશે ગાંધીજીએ કહ્યું :

એ લોકો મોંમાગ્યા પૈસા લે એમ હં ુ ઇચ્છું છુ .ં અત્યારે એ ૨૫ ઝાડનો રસ કાઢવાના ૧૦ રૂપિયા લે છે, પણ જ્યારે વધારે લોકો એ કામ કરતા થશે ને પોતાના નકામા વખતનો સદુપયોગ કેમ કરવો એ શીખશે ત્યારે આપોઆપ મેળ મળી રહે શે. પછી એમણે સફાઈની વાતો કરી, પણ તે ગ્રામસેવક વિદ્યાલયના છોકરાઓ જોડે કરી હતી એવી રીતે નહીં. એમણે કહ્યું :

લાયનલ કર્ટિસે લખેલું કે હિં દુસ્તાનનું ગામડુ ં ઉકરડા પર વસેલું ભાંગીતૂટી ઝુંપડીઓનું બનેલું છે. એ વર્ણનમાં 338

અતિશયોક્તિ નથી. અમારે એ ઉકરડા સાફ કરવાના છે, ને ગામડાની જગાને હરિયાળો બગીચો બનાવવાનો છે.

વર્ગવિગ્રહ અનિવાર્ય નથી પણ મિસ્ટર બૅઝિલ મૅથ્યુઝના મનમાં ‘રચનાત્મક ક્રાંતિ’ની વાત કરતી વખતે કદાચ બીજી વસ્તુઓ હશે, એટલે ગામડાની અર્થવ્યવસ્થામાં શાહુકાર અને જમીનદારના સ્થાન વિશે ચર્ચા કરી. ગાંધીજીએ કહ્યું :

શાહુકાર જ ે આજ ે અનિવાર્ય છે તે તો ધીમે ધીમે આપોઆપ નીકળી જશે. તેમ કો-ઑપરે ટિવ બૅન્કોની પણ જરૂર નથી. કેમ કે હરિજનોને હં ુ જ ે કળા શીખવવા માગું છુ ં તે તેઓ શીખી જશે ત્યારે તેમને ઝાઝાં રોકડ નાણાંની જરૂર નહીં પડે. એમને રોટલો ને ઘી મેળવી આપવાને હં ુ જ ેટલો આતુર છુ ં એટલો એમને ઉછીના પૈસા અને જમીનના ટુકડા મેળવી આપવાને આતુર નથી. જ્યારે લોકો નવરાશના વખતનો સદુપયોગ કરી તેમાંથી ધન પેદા કરતા થઈ જશે ત્યારે આપણે જ ે મેળની જરૂર છે તે બધો સધાઈ રહે શે. પણ જમીનદારનું શું? આપ એનો પગ ગામડામાંથી ટાળશો? એનું નિકંદન કાઢશો? [ગાં૰] મારે જમીનદારનું નિકંદન કાઢવું

નથી, તેમ જમીનદાર વિના ન જ ચાલી શકે એવું પણ મને લાગતું નથી. ધનિકે પોતાને ધનનો માલિક નહીં પણ ટ્રસ્ટી માનવો જોઈએ એ મારો સિદ્ધાંત હં ુ અહીં કેવી રીતે લાગુ પાડુ ં છુ ં એનો દાખલો આપું. આ ગામમાં જમનાલાલજીનો પોણો ભાગ છે. હં ુ અહીં ઇરાદાપૂર્વક નથી આવ્યો, અણધાર્યો આવી

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ચડ્યો છુ .ં મેં જમનાલાલજી પાસેથી મદદ માગી એટલે એમણે આ ઘર ને ઓરડીઓ બાંધી આપ્યાં ને કહ્યું, “સેગાંવમાંથી જ ે કંઈ નફો થાય તે તમે આ ગામડાના હિત માટે લેજો.” બીજા જમીનદારોને હં ુ એ પ્રમાણે કરવા સમજાવી શકું તો ગ્રામસુધારાનું કામ સહે લું થઈ જાય. પછી બીજો સવાલ જમીનમહે સૂલની પદ્ધતિનો ને સરકારના શોષણનો રહે છે ખરો. એમાં જ ે મુસીબતો રહે લી છે તે હાલ તુરત અનિવાર્ય અનિષ્ટો છે એમ હં ુ માનું છુ .ં અત્યારનો કાર્યક્રમ પાર પડે તો સરકારના શોષણને કેવી રીતે પહોંચી વળવું એની કદાચ મને ખબર પડી રહે શે. ત્યારે આપની આર્થિક નીતિ શ્રી નેહરુના કરતાં જુ દી રહે શે? એ તો મારી સમજ પ્રમાણે જમીનદારની જડ કાઢી નાખવા માગે છે.

ગાંધીજીએ કહ્યું : હા. ગામડાંના ઉદ્ધાર અને પુનર્ઘટના વિશેના અમારા વિચારોમાં ફરક દેખાય છે ખરો. જ ે ફરક છે તે અમુક વસ્તુ પર મુકાતા ઓછાવત્તા ભારનો જ છે. એમને ગ્રામોદ્ધારની પ્રવૃત્તિનો દ્વેષ નથી. એ મોટા યાંત્રિક ઉદ્યોગો દેશમાં ફે લાય એમાં માને છે; મને હિં દુસ્તાન માટેની એની ઉપયોગિતા વિશે પૂરેપૂરી શંકા છે. એમનું બને તો એ વર્ગવિગ્રહ ટાળે, પણ એ માને છે કે આખરે વર્ગવિગ્રહ અનિવાર્ય છે. હં ુ જમીનદારોનાં ને બીજા ધનિકોનાં દિલ અહિં સક ઉપાયોથી પલટાવવાની આશા રાખું છુ ,ં ને તેથી વર્ગવિગ્રહ અનિવાર્ય છે એમ હં ુ માનતો નથી. કેમ કે જ ેટલો વિરોધ ઓછાે કરવો પડે એ રીતે કામ લેવું એ અહિં સાનું એક આવશ્યક અંગ છે. ખેડૂતોને જ ે ક્ષણે પોતાની શક્તિનું ભાન થશે તે ક્ષણે

જમીનદારી પદ્ધતિની અનિષ્ટ અસર નીકળી જશે. ખેડૂતો કહે છે કે જ્યાં લગી અમે ને અમારાં બાળબચ્ચાં સુખે ખાઈએ, પહે રીએ ને કેળવણી પામીએ એટલું અમને ન મળે ત્યાં લગી અમે હરગિજ જમીન નથી ખેડવાના, તો બિચારો જમીનદાર શું કરી શકે? વસ્તુત : શ્રમજીવી ખેડૂત તો ઉપજાવેલા પાકનો માલિક છે. જો શ્રમજીવીઓ બુદ્ધિપૂર્વક ભેગા થઈને જૂ થ બાંધે તો એમની શક્તિની સામે થવાની કોઈની તાકાત નથી. એ રીતે હં ુ વર્ગવિગ્રહની આવશ્યકતા નથી માનતો. હં ુ જો એને અનિવાર્ય માનું તો એનો ઉપદેશ કરતાં ને એ શીખવતાં અચકાઉં નહીં.

મિશનરીઓની કાર્યપદ્ધતિ મિશનરીઓની કાર્યપદ્ધતિનો પ્રશ્ન આ પત્રમાં અનેક વાર ઘણા જ વિસ્તારથી ચર્ચાઈ ચૂક્યો છે, અને એ વિશે ગાંધીજીના જ ે વિચારો છે તેની આ વિષયમાં રસ ધરાવતા મિત્રોને હવે તો ખબર પડી જ ગઈ હોવી જોઈએ. છતાં તેઓ ગાંધીજીને મળવા આવે ત્યારે એ વિષય કાઢ્યા વિના રહે તા જ નથી, અને ગાંધીજીના વિચારો વાસી તો હોતા જ નથી. એટલે મિસ્ટર બૅઝિલ મૅથ્યુઝના સવાલોના ગાંધીજીએ જવાબ આપ્યા. કૅ ન્ટરબરીના આર્ચબિશપે થોડા વખત પર વેસ્ટમિન્સ્ટરમાં એક ભાષણ આપેલું તેની વાત મિસ્ટર મૅથ્યુઝે કાઢી એટલે ગાંધીજીએ કહ્યું :

એ પ્રશ્ન પર મેં ઘણો વિચાર કર્યો છે, ને મારી પાકી ખાતરી છે કે જો ખ્રિસ્તી મિશનો સાચી દાનતથી કામ કરે તો, સામાન્ય સંજોગોમાં એમની નીતિ ગમે તેવી હોય તોયે, હરિજનોને વટલાવવાની ગંદી હરીફાઈમાંથી તેમને નીકળી જવું જ પડશે. કૅ ન્ટરબરીના

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

339


આર્ચબિશપ અને બીજાઓ ભલે ગમે તે કહે , તેઓ કહે છે એનાથી ઊલટુ ં જ અહીં હિં દુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મને નામે ચાલી રહ્યું છે. બીજા ધર્મવાળાઓ પણ એ હરીફાઈમાં પડેલા છે, પણ સત્યના પૂજારી તરીકે હં ુ કહં ુ છુ ં કે એમની કાર્યપદ્ધતિમાં કંઈ ફરક હોય તો તે માત્ર ઓછાવત્તાનો જ છે, બાકી એ બધી પ્રવૃત્તિ એક જ જાતની છે. જુ દા જુ દા ધર્મોના પ્રતિનિધિઓ એક જ પ્લૅટફૉર્મ પર ઊભા રહીને હરિજનોને પોતાની વાત સંભળાવવા હરીફાઈ કરતા મેં જાણ્યા છે. આ પ્રવૃત્તિને આધ્યાત્મિક જિજ્ઞાસાનું મોટુ ં નામ આપવું એ સત્યની હાંસી છે. ઊંચામાં ઊંચી કોટિનો વિચાર કરીને દલીલ કરતાં મેં ડૉક્ટર મૉટને કહ્યું કે એમને હરિજનોનું ધર્માંતર કરવું હોય તો મારું દિલ પલટાવવાના પ્રયત્નથી શરૂઆત કરે એ સારું નહીં? … પણ જ ેમના હાથમાં જોર રહ્યું નથી ને જ ેમની બુદ્ધિ બહે ર મારી ગઈ છે એવા પુલયા ને પરાયાઓ પાસે પહોંચી જવું એમાં ખ્રિસ્તી ધર્મની શોભા નથી. ના, અમારી સુધારાની પ્રવૃત્તિ ચાલી રહે લી છે તે વખતે તો ધર્મભાવનાવાળા સૌ માણસોએ કહે વું જોઈએ કે એમના કામમાં વિઘ્ન નાખવાને બદલે આપણે એમના કામમાં મદદ કરવી ઘટે છે.

કર્તવ્યનું ભાન કરાવ્યું. હવે તેઓ કહે છે : “આ મિશનરીઓ કંઈક સારું કામ કરે છે, નિશાળો ને દવાખાનાં ઉઘાડે છે, નર્સો તૈયાર કરે છે. તો આપણે આપણા લોકોને માટે એવું કેમ ન કરીએ?” ને તેઓ રે ઢિયાળ અનુકરણ કરીને કંઈક કરવા મથે છે.

ગાંધીજી : મિશનરીઓની પ્રવૃત્તિએ યોગ્ય પ્રકારનો ખળભળાટ પેદા કર્યો એમ હં ુ નથી માનતો. હં ુ કબૂલ કરું છુ ં કે એમની પ્રવૃત્તિએ સુધારકોને ચાનક લગાડી ને તેમને તેમના

ગાંધીજી : યોગની ક્રિયાઓ હં ુ જાણતો નથી. હં ુ જ ે ક્રિયા કરું છુ ં તે તો બાળપણમાં મારી દાઈ પાસેથી શીખેલો. મને ભૂતનો ડર લાગતો. એટલે એ મને કહે તી : “ભૂત જ ેવું કંઈ છે જ

મિસ્ટર મૅથ્યુઝ : આ સુધારાની પ્રવૃત્તિનાં મૂળ મિશનરીઓની પ્રવૃત્તિમાં નથી? મિશનરીઓએ સુધારકોને જગાડ્યા ને અસ્પૃશ્યોમાં અમુક ખળભળાટ પેદા કર્યો એમ નહીં.?

340

સ૰ આપે મિશનરીઓ કંઈક સત્કાર્ય કરે છે એમ વાત કરી. એ અમારે ચાલુ રાખવું? [જ.] હા, એ તો જરૂર ચાલુ રાખો. પણ

જ ે વસ્તુ તમારે વિશે અમારા મનમાં શંકા ઉપજાવે છે ને અમને પણ પાડે છે એ તમે છોડી દો. અમે તમારાં ઇસ્પિતાલોમાં ઑપરે શન કરાવી લેવાના સ્વાર્થી હે તુથી જઈએ છીએ, પણ તમારા મનમાં જ ે હે તુ રહે લો હોય છે તે સફળ થવા દેવાનો અમારો જરાયે ઇરાદો હોતો નથી. તે જ પ્રમાણે અમારાં છોકરાછોકરીઓ કૉલેજોના બાઇબલના વર્ગોમાં જાય છે. ને પછી ત્યાં જ ે વાંચ્યું હોય તેની વાત કરીને હસે છે. હં ુ તમને કહં ુ છુ ં કે આ મિશનરી કૉલેજો વિશેની અમારી ઘરમાંની વાતચીત જરાયે સારી હોતી નથી તો પછી બીજા હે તુઓ રાખીને તમારા સત્કાર્યને તમે શા સારુ બગાડો?

બીજા પ્રશ્નો ગાંધીજી કંઈ આધ્યાત્મિક ક્રિયાઓ કરે છે કે નહીં, અને કયા પુસ્તકના વાચનમાંથી તેમને મદદ મળી છે એ જાણવાની મિ. મૅથ્યુઝને જિજ્ઞાસા હતી.

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


નહીં, છતાં તને ડર લાગે તો રામનામ લેજ ે.” હં ુ બાળપણમાં જ ે શીખ્યો તેણે મારા માનસિક આકાશમાં વિશાળ રૂપ ધારણ કર્યું છે. એ સૂર્યે મારી ભારે માં ભારે અંધકારની ઘડીએ મને તેજ આપ્યું છે. ખ્રિસ્તીને એ જ આશ્વાસન ઈશુનું નામ લેતાં ને મુસલમાનને અલ્લાના નામમાંથી મળે. આ બધી વસ્તુઓનો અર્થ તો એક જ છે, ને સમાન સંજોગોમાં એનાં સરખાં જ પરિણામ આવે. માત્ર એ નામસ્મરણ તે પોપટિયા ન હોવું જોઈએ, પણ છેક આત્માના ઊંડાણમાંથી આવવું જોઈએ. ધાર્મિક વાચનમાં તો અમે भगवद्ग‌ ीताનો નિત્યપાઠ કરીએ છીએ, અને હવે અમે એટલે લગી પહોંચ્યા છીએ કે દરરોજ પ્રાતઃકાળે અમુક નક્કી કરે લા અધ્યાયો વાંચીને અઠવાડિયામાં આખી ગીતા પૂરી કરીએ છીએ. તે ઉપરાંત ભારતવર્ષના અનેક સંતોનાં ભજન ગાઈએ છીએ, ને એમાં ખ્રિસ્તી ભજનો પણ રાખ્યાં છે. હમણાં ખાનસાહે બ અહીં છે એટલે કુ રાનમાંથી પણ વાચન ચાલે છે. અમે માનીએ છીએ કે સર્વધર્મ સમાન છે. મને તુલસીદાસના રામાયણના વાચનમાંથી સૌથી વધારે આશ્વાસન મળે છે. મને બાઇબલના નવા કરાર તેમજ કુ રાનમાંથી પણ આશ્વાસન મળ્યું છે. હં ુ એ ટીકાકારની નજરે નથી વાંચતો. એનું મારે મન भगवद्‌गीताના જ ેટલું જ મહત્ત્વ છે, જોકે નવા કરારમાંથી બધું — દાખલા તરીકે પૉલના પત્રોમાંથી બધું — મને નથી ગમતું, તેમ તુલસીદાસમાંથી પણ બધું મારે ગળે નથી ઊતરતું. ગીતા એ શુદ્ધ અને ઓપ ચડાવ્યા વગરનો ધાર્મિક સંવાદ છે. જીવાત્માની પરમાત્મા પ્રત્યેની પ્રગતિનું એ વર્ણનમાત્ર છે.

એટલે એમાંથી ચૂંટણી કરવાનો સવાલ જ નથી રહે તો. મિ. મૅથ્યુઝ : આપ તો ખરે ખર પ્રોટેસ્ટંટ છો.

ગાંધીજી : હં ુ શું છુ ં ને શું નથી એની મને ખબર નથી. મિ. હૉજ મને પ્રેસ્બિટેરિયન કહે શે! સ૰ ધર્મનું પ્રામાણ્ય આપ શામાં માનો છો? [જ.] (છાતી તરફ આંગળી કરીને) અહીં

છે. હં ુ દરે ક ધર્મશાસ્ત્ર વિશે, તેમ ગીતા વિશે પણ, મારી બુદ્ધિ ચલાવું છુ .ં શાસ્ત્રવચનને મારી બુદ્ધિની જગા લેવા નથી દેતો. હં ુ માનું છુ ં ખરો કે જગતના મુખ્ય ધર્મગ્રંથો ઈશ્વરપ્રેરિત છે, પણ એ બેવડી ચાળણીમાંથી ગળાઈને આવે છે એટલે પૂરા શુદ્ધ નથી રહે તા. એક તો એ કોઈ માનવી ઋષિ કે પેગંબરની મારફતે આવે છે ને પછી ભાષ્યકારોની ટીકાઓમાં થઈને પસાર થાય છે. એમાંથી કશું ઈશ્વરની પાસેથી પરબારું નથી આવતું. એક જ વચન મૅથ્યુ એક રૂપમાં આપે તો જૉન બીજા રૂપમાં આપે. હં ુ ધર્મગ્રંથોને ઈશ્વરપ્રણીત માનું છુ .ં છતાં મારી બુદ્ધિ ચલાવ્યા વિના રહે તો નથી. પણ મારી સ્થિતિ વિશે તમારા મનમાં ગેરસમજ ન થાય. હં ુ શ્રદ્ધાને પણ માનું છુ .ં હં ુ માનું છુ ં કે કેટલીક વસ્તુઓ બુદ્ધિથી પર છે, ત્યાં બુદ્ધિ ચાલી શકતી નથી —  જ ેમ કે ઈશ્વરનું અસ્તિત્વ. ગમે તેટલી દલીલ મારી એ શ્રદ્ધાને ચળાવી ન શકે; અતિપ્રખર બુદ્ધિવાળો માણસ મને દલીલમાં માત કરે તોયે હં ુ તો કહ્યા જ કરું કે “તોયે ઈશ્વર તો છે જ.” [મૂળ અંગ્રેજી] हरिजनबंधु, ૬-૧૨-૧૯૩૬ 

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

341


રોમન કૅ થલિક પાદરી સાથે ચર્ચા જાતિભેદ કેમ તોડાય એક રોમન કૅ થલિક પાદરી થોડા દિવસ પર ગાંધીજીને મળવા આવ્યા હતા. તેણે પૂછ્યું, “આપ જાતિભેદ કેવી રીતે તોડવા માગો છો?”

ગાંધીજી : જાતિભેદ તૂટતો જાય છે. એને માટે શિક્ષણની જ જરૂર છે, અને જ ે શિક્ષણ કેટલાક વખતથી અપાઈ રહ્યું છે તેની અસરને લીધે જાતિભેદ તૂટવા લાગ્યો છે. શિક્ષણનો અર્થ હં ુ અક્ષરજ્ઞાન નથી કરતો પણ સાચા જ્ઞાનનો પ્રચાર કરું છુ .ં જાતિભેદને ધર્મનો આધાર નથી, પણ લોકો એને ધર્મનું અંગ માને છે, જોકે શાસ્ત્રમાં એને માટે કશું પ્રમાણ નથી. અસ્પૃશ્યતા એ જાતિભેદની અંતિમ સ્થિતિ છે, અને અસ્પૃશ્યતા જશે તેની સાથે જ જાતિભેદ પણ જશે. સમાજ ે બહિષ્કૃત કરે લા લોકો આખા જગતમાં છે. યુરોપમાં યહુદીઓ સમાજથી બહિષ્કૃત હતા, અને તેમને ગામ બહાર જ ે વાડાઓમાં રહે વું પડતું ત્યાંનું જીવન અહીંના હરિજનવાસ કરતાં ઘણું વધારે નપાવટ હતું. હિં દુસ્તાનમાં હરિજનોની જ ે દુર્દશા થઈ છે એ જરૂર ખરાબ છે; પણ વરસો પર એક મિત્રના કહે વાથી મેં ઇઝરાયલ ઝૅંગવીલ નામના યહૂદી લેખકનાં પુસ્તક વાંચેલાં તેમાં યહૂદીઓના વાડાઓનું જ ે વર્ણન હતું તે તો લોહી ઉકળાવે એવું હતું. એવી વસ્તુ હિં દુસ્તાનમાં ન બની શકે, કેમ કે અમે એક પ્રકારની અહિં સા

પાળીએ છીએ. પણ અમારે ત્યાં એવા વાડા નથી તોયે એની અને અસ્પૃશ્યતાની વચ્ચે કંઈ મોટો ભેદ નથી. અસ્પૃશ્યતા કાઢી નાખીએ એટલે જાતિભેદનું મંડાણ નાશ પામવાનું જ. પછી ગાંધીજીએ જાતિ અને વર્ણ વચ્ચેનો ભેદ સમજાવ્યો અને કહ્યું: વર્ણનો નિયમ એકલા હિં દુને માટે નથી. એ તો એક વિશ્વવ્યાપી નિયમ છે, અને આપણે મને કે કમને એને અનુસરવું જ રહ્યું છે. ન અનુસરીએ તો નુકસાન આપણને છે. મિશનરીઓને હિં દુ ધર્મ પર પ્રહાર કરવાને જાતિભેદ એક સારું નિમિત્ત છે ને એના પરનો પ્રહાર યોગ્ય છે; પણ ડબ્લ્યુ. ડબ્લ્યુ. હં ટરે 1 કહ્યું છે તેમ વર્ણ અને ધંધાદારીનાં મહાજન એ તો હં મેશાં કાયમ રહે શે.

ઈશ્વર અને દેવો પણ હિં દીઓ એક જ ઈશ્વરને માનવા લાગે અને મૂર્તિપૂજા છોડી દે તો આ બધી મુસીબત ટળી જાય એમ આપને નથી લાગતું? [ગાં૰] એથી ખ્રિસ્તીઓને સંતોષ થશે?

તેમનામાં એકતા છે ખરી?

ખ્રિસ્તી સંપ્રદાયોમાં તો એકતા નથી. [ગાં૰] ત્યારે તમે તો માત્ર તાત્ત્વિક પ્રશ્ન

પૂછ્યો. હં ુ તમને પૂછુ ં કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ બંને એકેશ્વરવાદી મનાય છે છતાં તેમનું જોડાણ થયું છે ખરું? આ બેનું જોડાણ ન થયું હોય તો તમે સૂચવો છો એવી રીતે ખ્રિસ્તી

1. વાઇસરૉયની કાન્સિલના સભ્ય. સ્ટેટિસ્ટિકલ સરવે ઑફ ઇન્ડિયન એમ્પાયર (૧૮૬૯-૮૧)નું એમણે માર્ગદર્શન કર્યું. હતું. અહે વાલ પાછળથી ध इम्पिरियल गॅझिटियर ऑफ इन्डियाમાં ટૂ કં માં પ્રસિદ્ધ થયો હતો.

342

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ને હિં દુનું જોડાણ થવાની આશા એથીયે ઓછી રખાય. મારી પાસે એનો ઉકેલ છે; પણ સૌથી પહે લાં તો હિં દુઓ અનેક દેવને માને છે ને મૂર્તિપૂજક છે એ વર્ણનની સામે જ મારો વિરોધ છે. તેઓ જરૂર કહે છે કે દેવો અનેક છે, પણ તેઓ સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહે છે કે ઈશ્વર એક છે, અદ્વિતીય છે, ને એ દેવોનો પણ દેવ છે. એટલે હિં દુઓ અનેક ઈશ્વરને માને છે એમ કહે વું બરાબર નથી. જગત અનેક છે એમ તેઓ જરૂર માને છે. જ ેમ માણસોનું વસેલું એક જગત છે અને પશુઓનું જુ દું જગત છે, તેમ દેવ નામનાં આપણાથી શ્રેષ્ઠ સત્ત્વોનું વસેલું એક જગત પણ છે. એ દેવોને આપણે જોતા નથી છતાં તેમની હસ્તી તો છે જ. દેવ કે દેવતા એ શબ્દને માટે અંગ્રેજી ભાષામાં જ ે ‘ગૉડ’ શબ્દ વપરાય છે તેને લીધે જ આ બધો ગોટાળો થયો છે. સંસ્કૃત શબ્દ છે ઈશ્વર, દેવાધિદેવ એટલે કે દેવોનો પણ દેવ. હં ુ પોતે પૂરેપૂરો હિં દુ છુ ં પણ ઈશ્વર અનેક છે એમ કદી માનતો નથી. નાનપણમાં પણ માનતો નહોતો, મને એવું કોઈએ શીખવ્યું જ નહોતું.

મૂર્તિપૂજા હવે મૂર્તિપૂજા વિશે. કોઈ ને કોઈ રીતની મૂર્તિપૂજા વિના માણસને ચાલતું જ નથી. મુસલમાન મસીદને ઈશ્વરનું નિવાસસ્થાન કહે છે ને તેનો બચાવ કરવા જાન આપે છે એ શા સારુ? ખ્રિસ્તી દેવળમાં શા સારુ જાય છે અને શપથ ખાવા પડે ત્યારે બાઇબલના શપથ કેમ ખાય છે? મને પોતાને તો એમાં કંઈ વાંધો દેખાતો નથી. અને માણસો મસીદો અને રોજાઓ બાંધવા માટે અઢળક ધન આપે

છે એ મૂર્તિપૂજા નહીં તો બીજુ ં શું? અને રૉમન કૅ થલિકો પથ્થરની ઘડેલી કે કપડાં કે કાચ પર ચીતરે લી કુ મારિકા મેરી અને સંતોની કાલ્પનિક પ્રતિમાઓ આગળ ઘૂંટણિયે પડે છે ત્યારે મૂર્તિપૂજા નહીં તો શું કરે છે? પણ હં ુ મારી માતાની છબી રાખું છુ ં ને માતા પ્રત્યેના ભક્તિભાવથી છબીને ચુંબન કરું છુ ,ં પણ છબીની પૂજા નથી કરતો. તેમજ સંતોની પણ પૂજા નથી કરતો. હં ુ જ્યારે ઈશ્વરને પૂજુ ં છુ ં ત્યારે એને જગતનો સર્જનહાર અને કોઈ પણ મનુષ્યના કરતાં મોટો માનું છુ .ં [ગાં૰] એ જ પ્રમાણે અમે પથ્થરને પૂજતા

નથી પણ પથ્થર કે ધાતુની પ્રતિમા ગમે એટલી બેડોળ હોય તોયે એમાં ઈશ્વરને પૂજીએ છીએ. પણ ગામડાંના લોકો તો પથ્થરને જ ઈશ્વર માનીને પૂજ ે છે. [ગાં૰] ના, હં ુ કહં ુ છુ ં કે તેઓ ઈશ્વરને જ

પૂજ ે છે, બીજા કશાને નહીં. તમે કુ મારિકા મેરીની આગળ ઘૂંટણિયે પડો છો ને તેના આશીર્વાદ માગો છો ત્યારે શું કરો છો? તમે તેની મારફતે ઈશ્વર સાથે યોગ સાધવા માગો છો. એ જ પ્રમાણે હિં દુ ઉપાસક પાષાણની મૂર્તિ દ્વારા ઈશ્વરની સાથે યોગ સાધવા માગે છે. તમે કુ મારિકાના આશીર્વાદ માગો છો, તે ઈશ્વરની જોડે તમારો સંબંધ બાંધી આપે એમ માગો છો, એ હં ુ સમજી શકું છુ .ં મુસલમાન મસીદમાં દાખલ થતાં આદર અને ભક્તિ કેમ અનુભવે છે? આખું જગત એ મસીદ નથી? અને આપણે માથે આકાશનું જ ે ભવ્ય છત્ર પથરાયેલું છે તેનું શું? એ મસીદના કરતાં કંઈ ઊતરે એવું છે? પણ હં ુ મુસલમાનોને સમજી શકું છુ ં ને

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

343


તેમના પ્રત્યે સમભાવ રાખું છુ .ં ઈશ્વરની ઉપાસના કરવાનો તેમનો એ તરીકો છે. એ જ પરમાત્માને પ્રાપ્ત કરવાનો હિં દુનો તરીકો જુ દો છે. આપણી સાધનાના માર્ગ જુ દા છે, પણ એથી ઈશ્વર જુ દો જુ દો નથી બનતો.

પણ કૅ થલિકો માને છે કે ઈશ્વરે સાચો રસ્તો એમને બતાવ્યો છે. [ગાં૰] પણ તમે કેમ કહો છો કે ઈશ્વરની

ઇચ્છા બાઇબલ નામના એક જ પુસ્તકમાં પ્રગટ થયેલી છે અને બીજામાં નથી? તમે ઈશ્વરની શક્તિને મર્યાદિત શા સારુ માનો છો? પણ ઈશુએ ચમત્કારો દ્વારા સિદ્ધ કર્યું કે એને ઈશ્વરનો અવાજ સંભળાયો હતો. [ગાં૰] મહમદનો પણ એ જ દાવો છે.

તમે ખ્રિસ્તીનો પુરાવો માનો તો મુસલમાનનો અને હિં દુનો માનવો જ જોઈએ.

પણ મહમદે તો કહે લું કે મારાથી ચમત્કારો નહીં થઈ શકે. [ગાં૰] ના. એમને ઈશ્વરની હસ્તી ચમત્કારો

વડે સિદ્ધ નહોતી કરી બતાવવી. પણ મને ખુદાની વહી આવે છે એમ તો તે કહે તા હતા.

ખ્રિસ્તી સાધુનો ભય પછી પેલા કૅ થલિક સાધુએ બીજો વિષય ઉપાડ્યો : “મહાસભાને ભારે જીત મળી એથી અમે રાજી થયા છીએ. પણ મહાસભા સામ્યવાદ તરફ ઢળતી જાય છે એનું શું?” [ગાં૰] એમ? મને તો એવું કંઈ દેખાતું

નથી. પણ મહાસભા સામ્યવાદ સ્વીકારે ને તે જો રશિયન ઢબનો ન હોય તો મને એનો દ્વેષ નથી. કેમ કે પૃથક્કરણ કરી જોતાં છેવટે 344

સામ્યવાદનો શો અર્થ દેખાય છે? એનો અર્થ છે વર્ગભેદ વિનાનો સમાજ. એ આદર્શ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવા જ ેવો છે. માત્ર તેની પ્રાિપ્ત માટે જ્યારે હિં સાની મદદ લેવામાં આવે છે ત્યારે એના ને મારા રસ્તા જુ દા પડે છે. આપણે સૌ સરખા જન્મેલા છીએ, પણ આટલાં સેંકડો વર્ષ લગી આપણે ઈશ્વરની ઇચ્છાને અવગણી છે. માણસ માણસ વચ્ચે અસમાનતાનો, ઊંચનીચપણાનો વિચાર બૂરો છે, પણ એ બૂરાઈને હં ુ મનુષ્યના હૃદયમાંથી તલવારના બળે નથી કાઢવા માગતો. મનુષ્યનું હૃદય એ ઉપાયને વશ નથી થતું. “હિં દુઓના હાથમાં જ્યારે સત્તા આવશે ત્યારે તેઓ ભેગા મળીને ખ્રિસ્તી કોમને કચડી નહીં નાખે? હિં દુઓના હાથમાં સત્તા આવવાનાં ચિહ્નો દેખાઈ રહ્યાં છે. અને સ્પેનમાં બની રહ્યું છે એવું અહીં બને તો હિં દી ખ્રિસ્તીઓને તુચ્છકારવામાં આવશે, તેમના પર જુ લમ ગુજારવામાં આવશે, અને તેમની જડ કાઢી નાખવામાં આવશે,” જર્મનીથી આવેલા આ કૅ થલિક સાધુએ કહ્યું.

ગાંધીજીએ એમને આશ્વાસન આપતાં કહ્યું : આ ચિતાર અસંભવિત છે. હિં દુ રાજ્ય જ ેવું કંઈ છે નહીં. ને થવાનું પણ નથી. ૭૦ લાખ ખ્રિસ્તીની વસ્તીનો નાશ કોઈ શી રીતે કરી શકે? અને ખ્રિસ્તીનો નાશ કરે એનો અર્થ એ કે મુસલમાનનો પણ નાશ કરો! હં ુ તમને કહં ુ કે કોઈ હિં દુને કદી સ્વપ્ને પણ આવો ખ્યાલ આવ્યો નથી. જગત એવું કંઈ સહન કરશે ખરું? હિં દુ કોમ કદી એવું કરવા જાય તો હાથે કરીને વિનાશ વહોરી લેશે. પણ હં ુ તમને કહં ુ છુ ં કે હિં દુઓએ એવી ઇચ્છા કોઈ કાળે રાખી નથી. પહે લવહે લા આ દેશમાં જ ે ખ્રિસ્તીઓ આવ્યા તેમનો નાશ કરવાનું

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


સામર્થ્ય હિં દુ સમાજમાં હતું. એ વખતે તેણે એવું કંઈ કેમ કર્યું નહીં? ત્રાવણકોર એ સહિષ્ણુતાનું જ્વલંત ઉદાહરણ છે. હં ુ ત્યાં ગયો ત્યારે મને સેંટ ટૉમસનું સૌથી પ્રાચીન દેવળ જોવા લઈ ગયા હતા. સેંટ ટૉમસે ત્રાવણકોરમાં પહે લવહે લો ‘ક્રૉસ’ રોપ્યો એમ કહે વાય છે. હિં દુ સમાજ જો અસહિષ્ણુ હોત તો એ શા માટે રોપવા દેત?

સંપ્રદાય છે એ ખરું, પણ તેમણે તલવારનો ન્યાય તો કદી સ્વીકાર્યો નથી. તેઓ બહુ બહુ તો એટલું કરી શકે એવા છે કે તમે જઈને એમની સભામાં બોલો તો તમને હિં દુ થવાનું કહે .

પણ મેં આર્યસમાજીઓને કહે તાં સાંભળ્યા છે કે ખ્રિસ્તી ધર્મ એ પાશ્ચાત્ય ધર્મ છે, અને પશ્ચિમમાંથી જ ેટલું આવે એ બધાનો ત્યાગ કરવો જોઈએ, એટલે ખ્રિસ્તી ધર્મનો પણ ત્યાગ જ કરવો ઘટે છે. [ગાં૰] ખ્રિસ્તી ધર્મને હિં દુસ્તાનમાંથી નાબૂદ

પણ સેંટ ફ્રાન્સિસ ઝેવિયરના કાળમાં એવો એક સમય આવ્યો હતો જ્યારે ખ્રિસ્તીઓ ઉપર જુ લમ કરવામાં આવેલો. પણ મને ઇતિહાસનું બહુ જ્ઞાન નથી એટલે મારી માહિતી કદાચ ખોટી હોય. મને ડર તો જાપાનમાં મેં જાતે જ ે જોયું ને સાંભળ્યું એનાથી લાગે છે. ત્યાં મેં એક જવાબદાર માણસને જાહે ર ભાષણમાં કહે તો સાંભળ્યો કે બૌદ્ધ ધર્મ એ જાપાનનો ધર્મ છે એટલે આપણે સંગઠિત થવું જોઈએ અને બીજા બધા ધર્મોનો નાશ કરવો જોઈએ. [ગાં૰] કોઈ હિં દુ તો સ્વપ્ને પણ એવી

કરી નાખવાની વાત મેં કદી સાંભળી નથી. આર્યસમાજ એના અનુયાયીઓને આર્યધર્મનો ઉપદેશ કરવા સારુ દુનિયાના ચારે છેડા લગી જવાનું કહે છે, પણ તેમણે હજુ એ પ્રમાણે કર્યું નથી. પંજાબમાં આર્યસમાજનું જોર ભારે છે. પણ તમે આર્યોની જોહુકમીનો જ ે ડર રાખો છો તે અકલ્પિત વસ્તુ છે. બીજી બધી કોમોનો સરવાળો કરો તો હિં દુઓ ખરે ખર બહુમતીવાળી કોમ નથી. પણ હં ુ એ ચર્ચા શા સારુ લંબાવું? એ વસ્તુ કોઈ રીતે શક્ય જ નથી.

વસ્તુનો વિચાર કરતો નથી. કરે તો એ વસ્તુ અશક્ય છે.

પણ હવે આ સાધુએ આર્યસમાજનો હાઉ કાઢ્યો!

[મૂળ અંગ્રેજી] हरिजनबंधु, ૧૪-૩-૧૯૩૭

ગાંધીજીએ એ વિચારને હસી કાઢતાં કહ્યું : આર્યસમાજ એ એક જાતનો લડાયક હિં દુ

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

345


કે ળવણીકારો સાથે ચર્ચા1

ગાંધીજીએ એમને કહ્યું : બાળકો રાજ્ય એથી હંુ રાજી થાઉં છુ .ં પણ શારીરિક કામ પાસેથી જ ે મેળવે છે તેમાથી થોડોક ભાગ રાજ્યને પાછો વાળવાનું એમને શીખવીને હં ુ કેળવણીને સ્વાવલંબી બનાવવા માગું છુ .ં તમે આજ ે જ ેને પ્રાથમિક અને માધ્યમિક અથવા હાઈસ્કૂલની કેળવણી કહો છો એ બેને હં ુ તો જોડી દઉં. મારી તો પાકી ખાતરી છે કે આપણાં બાળકોને હાઈસ્કૂલોમાં કાચુંપાકું અંગ્રેજીનું જ્ઞાન, ને તે ઉપરાંત ગણિત, ઇતિહાસ અને ભૂગોળતું ઉપરછલ્લું જ્ઞાન એ સિવાય બીજુ ં કંઈ મળતું નથી. આમાંના કેટલાક વિષયો તો તેઓ પ્રાથમિક નિશાળમાં સ્વભાષા મારફતે શીખ્યાં હોય છે. તમે જ ે વિષયો શીખવો છો તે કાઢી નાંખ્યા વિના અભ્યાસક્રમમાંથી અંગ્રેજીને છેક જ ઉડાવી દો તો બાળકો પાસે આખો અભ્યાસક્રમ ૧૧ને બદલે ૭ વરસમાં પૂરો કરાવી શકો, ને વળી તેમને જ ે શારીરિક કામ કરવાનું આપો તેમાંથી રાજ્યને ઠીક ઠીક આવક થાય. શારીરિક કામને આખી કેળવણીના કેન્દ્રમાં રાખવું પડશે. મેં સાંભળ્યું છે કે મિ. ઍબટ2 અને મિ. વુડ ે ગામડાંની કેળવણીના એક અગત્યના ભાગ તરીકે શારીરિક કામની ઉપયોગિતા સ્વીકારી છે. પ્રતિષ્ઠિત કેળવણીકારો મને ટેકો આપે છે

પર જ ે જાતનો ભાર હં ુ મૂકું છુ ં તે જાતનો ભાર તેઓ મૂકે છે કે કેમ એ હં ુ નથી જાણતો. કેમ કે હં ુ તો કહં ુ છુ ં કે માનસિક વિકાસ હાથપગની કેળવણી દ્વારા થવો જોઈએ. હાથપગની કેળવણીમાં નિશાળના સંગ્રહસ્થાન માટે ચીજો પેદા કરવાનો કે કશી કિંમત વિનાનાં રમકડાં પેદા કરવાનો સમાવેશ નહીં થાય. બજારમાં વેચી શકાય એવી ચીજો પેદા થવી જોઈએ. સંચાવાળાં કારખાનાંના આરં ભકાળમાં બાળકો ચાબુકની બીકે કામ કરતાં તેવી રીતે આ કામ નહીં કરે . પણ એમને એમાં રસ પડે છે ને તેમની બુદ્ધિ જાગ્રત થાય છે તેથી એ કામ કરશે.

મિ. ડી સિલ્વાએ કહ્યું, “સર્જનાત્મક કામ દ્વારા શિક્ષણ આપવું જોઈએ એ તો હં ુ કબૂલ કરું છુ ,ં પણ મોટા માણસની જોડે કુ મળું બાળક હરીફાઈ શી રીતે કરી શકે?” [ગાં૰] બાળક મોટા માણસની જોડે

હરીફાઈમાં નહીં ઊતરે . એની બનાવેલી ચીજો રાજ્ય લઈ લેશે ને તેને બજારમાં ખપાવશે. તેમને ખરે ખર કામ લાગે એવી ચીજો બનાવતાં શીખવો. દાખલા તરીકે સાદડી લો. જ ે કામ ઘરમાં કરતાં એમને કંટાળો આવે છે તે અહીં

1. મહાદેવ દેસાઈના “શારીરિક કામ એટલે?” નામના લેખમાંથી આ લેખ લીધો છે. તેઓ લખે છે : “મધ્યપ્રાંતના કેળવણી ખાતાના પ્રધાન શ્રી રવિશંકર શુક્લ એમના કેળવણી ખાતાના ડિરે ક્ટર મિ. ઓવન, મિ. ડી સિલ્વા, અને એમને ત્યાંના કેળવણીના બધા નિષ્ણાતોને લઈને ગયે અઠવાડિયે ગાંધીજીને મળવા આવ્યા હતા. ગાંધીજી અત્યારની શિક્ષણપ્રણાલીમાં જ ે ક્રાન્તિ કરાવવા માગે છે તે વિશેનો પ્રયોગ શરૂ કરતાં પહે લાં તેઓ ગાંધીજીની પાસેથી એમનો વિચાર સમજી લેવા માગતા હતા.” 2. ક્લૉડ કોલર ઍબટ, એક અંગ્રેજ કેળવણીકાર.

346

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


તેઓ બુદ્ધિપૂર્વક કરશે. તમે જ ે કેળવણી આપો છો તે જ્યારે સ્વાવલંબી ને સ્વયંસ્ફૂર્તિવાળી થશે ત્યારે આ મહાવિષમ પ્રશ્ન સહે લો થઈ જશે.

[ગાં૰] ના. આમાં સંધિકાળની સ્થિતિ

રાખવાની જ નથી. તમારે આ કામ શરૂ કરી જ દેવું, ને એ કરતાં કરતાં શિક્ષકોને તૈયાર કરવા.

પણ અમે એમને આ જાતની કેળવણી આપી શકીએ તે પહે લાં અત્યારની શિક્ષકોની પેઢીને સાફ કરી નાંખવી પડશે.

[મૂળ અંગ્રેજી] हरिजनबंधु, ૧૨-૯-૧૯૩૭ 

એક કે ળવણીકાર સાથે ચર્ચા એક પ્રસંગે એમણે સ્વાવલંબી કેળવણીની કલ્પના સદંતર દારૂબંધી જલદી કરવાની જરૂરને લીધે ઊપજ ેલી છે એમ ન માની લેશો એમ કહીને કહ્યું : [ગાં૰] તમારે એટલી પાકી ખાતરી રાખીને

જ શરૂઆત કરવાની છે કે આવક થાય કે ન થાય, કેળવણી અપાય કે ન અપાય, તોયે સંપૂર્ણ દારૂબંધી તો કર્યે જ છૂટકો છે. એ જ પ્રમાણે તમારે એવી પણ પાકી શ્રદ્ધા રાખીને જ શરૂઆત કરવાની છે કે હિં દુસ્તાનનાં ગામડાંની હાજતો જોતાં, આપણે ગામડાંની કેળવણી ફરજિયાત કરવી હોય તો તે સ્વાવલંબી કરવી જ જોઈએ.

એક કેળવણીકાર જ ે ચર્ચા કરતા હતા તેમણે કહ્યું : “પહે લી શ્રદ્ધા તો મારા મનમાં ઊંડી વસી ગયેલી છે, ને એને જ હં ુ એક મોટી કેળવણી માનું છુ .ં એટલે હં ુ દારૂબંધીને સફળ કરવા માટે કેળવણીને છેક જ જતી કરવી પડે તો તે પણ કરું. પણ બીજી શ્રદ્ધા મારા મનમાં વસતી નથી. કેળવણીને સ્વાવલંબી બનાવી શકાય એ હં ુ હજુ

માની શકતો નથી.” [ગાં૰] ત્યાં પણ તમે એ શ્રદ્ધા રાખીને

શરૂઆત કરો એમ હં ુ ઇચ્છું છુ .ં તમે એને અમલમાં ઉતારવા માંડશો એટલે તમને એનાં સાધનો ને માર્ગો સૂઝી રહે શે. નહીં તો એ પ્રયોગ મેં જાતે જ કર્યો હોત. હજુ પણ જો ઈશ્વરની કૃ પા હશે તો કેળવણી સ્વાવલંબી કેમ થઈ શકે એ બતાવવાને હં ુ મારાથી બનતું કરીશ. પણ આટલાં વરસ મારો વખત બીજાં કામોમાં રોકાઈ ગયો છે; એ કામો પણ કદાચ એટલાં જ અગત્યનાં હતાં. પણ આ સેગાંવના નિવાસથી એ વિશે મારા મનમાં છેક જ પાકી ખાતરી થઈ ગઈ છે. અત્યાર સુધી આપણે છોકરાંનાં મગજમાં બધી જાતની માહિતી ઠાંસીઠાંસીને ભરવાનો જ પ્રયત્ન કર્યા કર્યો છે, ને એમનાં મગજ જાગ્રત થાય ને એનો વિકાસ કેમ થાય એનો વિચાર કદી કર્યો જ નથી. હવે આપણે ‘રુક જાઓ’નો પોકાર કરીએ અને શારીરિક કામ દ્વારા બાળકને યોગ્ય કેળવણી

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

347


આપવા પર આપણી બધી શક્તિ વાપરીએ. શારીરિક કામ એ ગૌણ પ્રવૃત્તિ ન હોય, પણ બૌદ્ધિક શિક્ષણનું મુખ્ય સાધન હોય.

એ પણ હં ુ સમજી શકું છુ .ં પણ એમાંથી નિશાળનું બધું ખરચ નીકળવું જોઈએ એ શરત શા માટે? [ગાં૰] એથી આ શારીરિક કામ કેટલું

કીમતી છે એની ખરી કસોટી થશે. બાળક ૧૪ વરસની ઉંમરે , એટલે કે સાત વરસનું ભણતર પૂરું કર્યા પછી, નિશાળ છોડીને જાય ત્યારે તેનામાં કંઈક કમાવાની શક્તિ આવેલી હોવી જોઈએ. અત્યારે પણ ગરીબ લોકોનાં બાળકો આપોઆપ એમનાં માબાપને મદદ કરે છે — એમના મનમાં લાગણી એ હોય છે કે હં ુ જો માબાપની જોડાજોડ કામ નહીં કરું તો માબાપ ખાશે શું અને મને ખવડાવશે શું? એ જ એક કેળવણી છે. એ જ પ્રમાણે રાજ્ય સાત વરસની ઉંમરે બાળકને પોતાને હવાલે લે ને તેને કમાતું બનાવીને માબાપને પાછુ ં આપે. આમ તમે કેળવણી આપવાની સાથે સાથે બેકારીના મૂળ પર ઘા કરો છો. તમારે છોકરાઓને એક યા બીજા ધંધાની તાલીમ આપવી જ રહી. આ ખાસ ઉદ્યોગની આસપાસ તમે એનાં મગજ, શરીર, અક્ષર, કલાવૃત્તિ વગેરેની કેળવણી ગોઠવશો. જ ે કારીગરી એ શીખશે તેમાં નિષ્ણાત થશે. પણ ધારો કે એક છોકરો ખાદી બનાવવાની કળા ને શાસ્ત્ર શીખવા માંડ ે છે. તો આપ એમ માનો છો કે એને એ કળામાં નિષ્ણાત થતાં પૂરાં સાત વરસ લાગશે? [ગાં૰] હા. જો એ યાંત્રિક રીતે ન શીખે

તો સાત વરસ લાગવાં જ જોઈએ. આપણે ઇતિહાસના અભ્યાસને માટે કે ભાષાઓના અભ્યાસને માટે વરસો શા સારુ આપીએ 348

છીએ? અત્યાર સુધી આ જ ે વિષયોને કૃત્રિમ મહત્ત્વ અપાયું છે એના કરતાં આ ઉદ્યોગનું મહત્ત્વ કંઈ ઓછુ ં છે શું?

પણ આપ તો મુખ્યત્વે કાંતણપીંજણનો વિચાર કરો છો, એટલે આપ આ નિશાળોને વણાટશાળાઓ બનાવવા માગો છો એમ જ લાગે છે. કોઈ બાળકને વણાટ પ્રત્યે વલણ ન હોય ને બીજી કોઈ ચીજ માટે હોય તો? [ગાં૰] બરાબર છે. તો આપણે એને કંઈક

બીજો ઉદ્યોગ શીખવીશું. પણ તમારે એટલું જાણવું જોઈએ કે એક નિશાળ ઘણા ઉદ્યોગ નહીં શીખવે. કલ્પના એ છે કે આપણે પચીસ છોકરાદીઠ એક શિક્ષક રાખવો જોઈએ, અને જ ેટલા શિક્ષકો મળે તેટલા પચીસ છોકરાના વર્ગો કે નિશાળો રાખીએ, અને એ દરે ક નિશાળમાં એક એક નોખા નોખા ઉદ્યોગનું — સુતારી, લુહારી, ચમારકામ કે મોચીકામનું — શિક્ષણ આપીએ. માત્ર તમારે એટલી હકીકત ધ્યાનમાં રાખવાની છે કે તમારે આ દરે ક ઉદ્યોગ માટે બાળકના મનનો વિકાસ સાધવાનો છે. તે ઉપરાંત બીજી એક વસ્તુ પર ભાર દેવા ઇચ્છું છુ .ં તમારે શહે રોને ભૂલી જવાં જોઈએ ને બધી શક્તિ ગામડાં પાછળ વાપરવી જોઈએ. ગામડાં એ તો મહાસાગર છે. શહે રો એ તો સિંધુમાં કેવળ બિંદુવત્ છે. એથી જ તમે ઈંટો બનાવવા જ ેવા વિષયોનો વિચાર કરી શકતા નથી. છોકરાઓને ઇજનેર બનવું જ હોય તો સાત વરસના અભ્યાસ પછી તેઓ એ ઊંચા ને ખાસ અભ્યાસની કૉલેજોમાં જશે. બીજી એક વસ્તુ પર ભાર દઉં. આપણને ગામડાંના ઉદ્યોગને કશી વિસાતમાં ન ગણવાની ટેવ પડેલી છે કેમ કે આપણે શિક્ષણ અને

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


શારીરિક કામ બેને વિખૂટાં રાખેલાં છે. શારીરિક કામને કંઈક હલકું ગણવામાં આવેલું છે, અને વર્ણસંકર થઈ ગયેલા હોવાને લીધે આપણે કાંતનાર વણનાર સુતાર મોચીને હલકા વર્ણના — વસવાયાં ગણતા થયા છીએ. ઉદ્યોગને કંઈક હલકો, બુદ્ધિમાન લોકોને હીણપત લગાડે એવો માન્યો એટલે આપણે ત્યાં ક્રૉમ્પટન1 અને હારગ્રીવ્ઝ2 જ ેવા યંત્રશાસ્ત્રીઓ પેદા થયા નથી. એ ધંધાઓને સ્વતંત્ર પ્રતિષ્ઠાવાળા માન્યા હોત ને એનો દરજ્જો વિદ્વત્તાના જ ેટલો જ ઊંચો માન્યો હોત તો આપણા કારીગરોમાંથી મોટા

શોધકો જરૂર પેદા થયા હોત. યંત્રોની શોધ થતાં થતાં મિલો થઈ ને તેણે હજારોને બેકાર બનાવ્યા એ સાચું. એ આસુરી વસ્તુ હતી એમ હં ુ માનું છુ .ં આપણે આપણી બધી શક્તિ ગામડાંની પાછળ વાપરીને જોઈશું તો હાથઉદ્યોગના એકાગ્ર અભ્યાસથી જ ે શોધકબુદ્ધિ જાગ્રત થશે તે આખી ગામડાંની વસ્તીની જરૂરિયાત પૂરી પાડશે. [મૂળ અંગ્રેજી] हरिजनबंधु, ૧૯-૯-૧૯૩૭ 

સિંધિયા સ્ટીમ નૅવિગેશન કં પનીના પ્રતિનિધિઓને મુલાકાત સિંધિયા સ્ટીમ નૅવિગેશન કંપનીના ત્રણ પ્રતિનિધિઓ થોડાક દિવસ પર ગાંધીજીને મળવા સેગાંવ આવ્યા હતા. એમને જ ે અનેક વસ્તુની ચિંતા થતી હતી તેમાં આ પણ હતી : રાજ્યબંધારણમાંની3 ભેદભાવને લગતી કલમો ગાંધીજીએ ૧૯૩૧માં यंग इन्डियाમાં (नवजीवन ૨૯-૩-૩૧) ‘રાક્ષસ અને વામન’ એ મથાળાવાળો લેખ લખેલો તેમાંથી આ મિત્રોએ નીચેનો ઉતારો વાંચી બતાવ્યો. હિં દીઓના સ્વાર્થ અને અંગ્રેજો અથવા યુરોપિયનોના સ્વાર્થની વચ્ચે કશો ભેદભાવ ન કરવો જોઈએ એવી વાત કરવી એ હિં દુસ્તાનની

ગુલામી યાવચ્ચંદ્રદિવાકરૌ ચલાવવાની વાત છે. રાક્ષસ અને વેંતિયાની વચ્ચે હકની સમાનતા એટલે શું? … વળી જીવનના દરે ક ક્ષેત્રમાં અંગ્રેજો રાજ્યકર્તા વર્ગના હોવાને લીધે અસાધારણ અધિકારો ભોગવે છે… લૅંકેશાયર આબાદ થાય એટલા માટે હિં દુસ્તાનના ગામઠી ઉદ્યોગોને પાયમાલ થવું પડ્યું. બ્રિટિશ વહાણવટુ ં ખીલે એટલા માટે હિં દી વહાણવટાને નાશ પામવું પડ્યું. ત્યારે શું સ્વતંત્ર ભારતવર્ષમાં હિં દી વહાણવટુ ં સજીવન નહીં થાય ને આબાદીને શિખરે નહીં પહોંચે? એ આ સજ્જનોનો પહે લો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન આ હતો : હિં દી અથવા સ્વદેશી

1. સૅમ્યુઅલ ક્રૉમ્પટન; સ્પિનિંગ મ્યૂલ(કાંતવાનું એક યંત્ર)ના શોધક અને સુધારે લી હાથસાળના શોધક વિલિયમ ક્રૉમ્પટન અને તેમના પુત્ર જૉર્જ ક્રૉમ્પટન. 2. પ્રાથમિક સ્વરૂપના કાંતવાના સંચાના શોધક જ ેમ્સ હારગ્રીવ્ઝ. 3. ૧૯૩૫ના ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ હે ઠળના નવા બંધારણમાંની.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

349


(૨) સ્વદેશી કંપનીની વ્યાખ્યા વિશે. જ ે કંપનીઓનાં અંકુશ, સંચાલન અને મૅનેજિગ ં ડિરે ક્ટર અથવા મૅનેજિગ ં એજન્ટ મારફતે ચાલતો વહીવટ હિં દીઓના હાથમાં હોય તેને જ સ્વદેશી કહી શકાય. હિં દુસ્તાનમાં મૂડી કે અમુક પ્રકારની કુ શળતા ન મળી શકે એમ હોય અથવા તો આપણને એની ગરજ હોય, ત્યાં વિદેશી મૂડીનો ઉપયોગ કરવામાં કે કુ શળ બુદ્ધિશાળી વિદેશીઓને કામ પર રાખવામાં હં ુ જરાયે વાંધો ન જોઉં, પણ તે એ શરતે જ કે એવી મૂડી ને એની કુ શળતા કેવળ હિં દીઓના એકલાનાં જ અંકુશ, સંચાલન અને વહીવટ તળે રહે અને તેનો હિં દુસ્તાનના હિતને અર્થે ઉપયોગ થાય. પણ વિદેશી મૂડી કે કુ શળતાનો ઉપયોગ કરવો એ એક વસ્તુ છે, અને વિદેશી ઉદ્યોગની કંપનીઓ આ દેશમાં ઊભી થાય એ છેક જ નિરાળી વસ્તુ છે. તમે જ ે કંપનીઓનાં નામ દીધાં છે તેમને કોઈ પણ અર્થમાં સ્વદેશી ન કહી શકાય. એ સાહસોને સાંખી રહે વાના કરતાં હં ુ તો એ પસંદ કરું કે આપણા એ ઉદ્યોગોની ખિલવણીમાં થોડાં વરસનો વિલંબ કરવો, જ ેથી એટલામાં રાષ્ટ્રીય મૂડી ને સાહસ વિકાસ પામે, અને એવા ઉદ્યોગો ભવિષ્યમાં હિં દીઓના પોતાનાં અંકુશ, સંચાલન અને વહીવટ તળે ખીલે ને પગભર થાય. (૩) આ મુદ્દાનો જવાબ બીજા મુદ્દાના મારા જવાબમાં આવી જાય છે.

કંપની કોને કહે વાય? અત્યારે શુદ્ધ બ્રિટિશ કંપનીઓના નામમાં “(ઇન્ડિયા)લિમિટેડ” એ શબ્દો ઉમેરીને અજાણ ને ભોળી પ્રજાને ભરમાવવાનો રિવાજ પડી ગયો છે. લિવર બ્રધર્સ “(ઇન્ડિયા) લિમિટેડ”નાં કારખાનાં હવે આ દેશમાં નીકળ્યાં છે. તે સ્વદેશી સાબુ બનાવવાનો દાવો કરે છે, અને અત્યાર સુધીમાં એણે બંગાળનાં કેટલાંક નાનાંમોટાં સ્વદેશી કારખાનાંને પાયમાલ કરી નાખ્યાં છે. તે પછી બીજી કંપની તે ઇમ્પીરિયલ કેમિકલ્સ “(ઇન્ડિયા) લિમિટેડ” છે, તેને સરકાર તરફથી અનેક જાતની છૂટો ને રાહતો મળેલી છે. એટલે હવે આપણા દેશમાં વિદેશી માલ ઝીંકવાને બદલે વિદેશી ઉદ્યોગો ઝીંકવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન આ હતો : કેટલીક કંપનીઓ એવી છે જ ેમાં ડિરે ક્ટરો હિં દી હોય છે પણ મૅનેજિગ ં એજન્ટ બ્રિટિશ હોઈ તેમના કહ્યા પ્રમાણે ડિરે ક્ટરો ચાલે છે. કોઈ કંપનીમાં ઘણા ટકા મૂડી હિં દી હોય અને ડિરે ક્ટરોમાં ઘણા હિં દી હોય, પણ મૅંનેજિગ ડિરે ક્ટર વિદેશી હોય અથવા મૅનેજિગ ં એજન્ટ કોઈ વિદેશી પઢી હોય, તો એવી કંપનીને આપ સ્વદેશી કહો ખરા? ગાંધીજીએ આ પ્રશ્નોનો ઠીક ઠીક વિસ્તારથી જવાબ આપેલો, તેનો સાર અહીં એમના જ શબ્દોમાં આપું છુ  ં :

(૧) આ મુદ્દા વિશે તમે મને ૧૯૩૧માં લખેલા મારા લેખની યાદ દેવડાવી એ સારું કર્યું છે. હં ુ હજુ એના એ જ વિચારો ધરાવું છુ ,ં અને મને તો લવલેશ શંકા નથી કે જ્યાં હિં દુસ્તાનના હિતને ખાતર જરૂર પડશે ત્યાં સ્વતંત્ર ભારતવર્ષને વિદેશી સ્વાર્થોની સામે ભેદભાવ  — એ શબ્દ વાપરવો જ હોય તો — કરવાનો હક રહે શે જ.

[મૂળ અંગ્રેજી] हरिजनबंधु, ૨૭-૩-૧૯૩૮

350

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


મૉરિસ ફ્રીડમન સાથે ચર્ચા1 ફ્રીડમન : હં ુ તો યથાર્થવાદી રહ્યો, એટલે મારે આ વિષયમાં કેવું વલણ રાખવું?… વિશાળ યંત્રોદ્યોગો સમાજમાં સમાનતા નથી ફે લાવતા? એનો કેવળ વિરોધ જ કરવો એ એ શક્તિનો દુર્વ્યય નથી? એના કરતાં એ ઉદ્યોગોની દિશા બદલવાનો પ્રયત્ન કરીએ એ સારું નહીં?

ગાંધીજી : તમે ઇજનેર છો. એટલે યંત્રશાસ્ત્રમાંથી લીધેલો દાખલો તમે સમજી શકશો. બળોના સમાંતર ચતુષ્કોણ વિશે તો તમે જાણો છો. તેમાં બળો એકબીજાનો છેદ ઉડાડતાં નથી. દરે ક બળ પોતાની દિશામાં છૂટથી કામ કરે છે અને એ ઓછાંવત્તાં વિરોધી બળોમાંથી એકંદરે નીપજતું પરિણામ આપણને ગતિની આખરી દિશા બતાવે છે. તમે જણાવેલા પ્રશ્નનું પણ એવું જ છે. આજ ે રશિયામાં મોટા યંત્રાેદ્યોગો પરાકાષ્ઠાએ પહોંચેલા છે એમ કહી શકાય. એ રશિયા સામે નજર નાખું છુ ં તો ત્યાંનું જીવન મને આકર્ષક લાગતું નથી. બાઇબલની ભાષામાં કહં ુ તો 'માણસ આખું જગત જીતે પણ જો પોતાનો આત્મા ગુમાવે તો એથી એનું શું શ્રેય થવાનું હતું?' આધુનિક ભાષામાં કહીએ તો માણસ પોતાનું વ્યક્તિત્વ ગુમાવે અને યંત્રમાં એક જડ ખીલા જ ેવો બની જાય તો એના મનુષ્ય તરીકેના ગૌરવને એબ લાગે. દરે ક વ્યક્તિ સમાજનો પૂર્ણ સંસ્કારી, પૂરો વિકાસ પામેલો અંશ બને, એમ હં ુ તો ઇચ્છું

છુ .ં ગામડાંઓએ સ્વાશ્રમી, સ્વયંપૂર્ણ બનવું જ જોઈએ. અહિં સાને રસ્તે કામ લેવું હોય તો એથી બીજો ઉકેલ હં ુ જોતો જ નથી. મારા મનમાં તો એ વિશે લવલેશ શંકા નથી. મોટા યાંત્રિક ઉદ્યોગો ફે લાવવામાં માનનારા બીજા પડયા છે એ હં ુ જાણું છુ .ં મને જ ે વાત દીવા જ ેવી સાફ દેખાય છે તેને સારુ હં ુ મારી સર્વશક્તિ વાપરીને કામ કરી રહ્યો છુ .ં અનેક શક્તિઓ કામ કરી રહી છે, એમાંથી શું પરિણામ આવશે એની મને ખબર નથી. પણ જ ે પરિણામ આવશે તે શ્રેયસ્કર હશે. ફ્રીડમન : પણ સ્વયંપૂર્ણ ગામડાંના આદર્શને જોખમમાં નાખ્યા વિના યંત્રોદ્યોગો જોડે કંઈક માંડવાળ કરી શકાય એવું આપને નથી લાગતું?

ગાંધીજી : લાગે છે. જુ ઓને, રે લવે છે. એનો કંઈ મેં ત્યાગ કર્યો નથી. મોટરો મને અકારી લાગે છે, તોપણ ઇચ્છા-અનિચ્છાએ પણ હં ુ એનો ઉપયોગ કરું જ છુ .ં વળી ફાઉન્ટન પેનો મને નથી ગમતી, પણ અત્યારે એ જ વાપરી રહ્યો છુ .ં જોકે પેટીમાં બરુની કલમ ફે રવું છુ ં ખરો. ફાઉન્ટન પેન વાપરતાં દરે ક વખતે મારું મન મને ડંખ દે છે, ને પેટીમાં પડી રહે લી બિચારી બરુની કલમનો વિચાર આવે છે. એમ માંડવાળ તો ડગલે ડગલે થાય છે, પણ એ માંડવાળ છે એમ માણસે સમજવું જોઈએ, અને અંતિમ આદર્શ

1. “ઉદ્યોગ નાના અને મોટા” નામના પ્યારે લાલના લેખમાંથી. શ્રી મૉરિસ ફ્રીડમન ભારતમાં વસતા પોલંડવાસી હતા. તેમણે ‘ભારતાનંદ’ એવું હિં દી નામ ધારણ કર્યું : હતું. તેઓ ઇજનેર હતા અને મૈસૂર રાજ્યના બૅંગલોરમાં આવેલા વીજળીના કારખાનાના ઉપરી હતા. તેઓ રાજકારણના અભ્યાસી હતા. ઉપરાંત હિં દના તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મ વિશે ઊંડો રસ ધરાવતા હતા.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

351


હમેશાં નજર સામે રાખવો જોઈએ ને એનું ચિંતન કરવું જોઈએ.

છે. એને હં ુ સંસ્કારિતા કહં ુ છુ .ં એવી વસ્તુ તમને પશ્ચિમમાં નહીં જોવા મળે. યુરોપના કોઈ ખેડૂતની જોડે તમે વાત કરી જુ ઓ. તો તમને દેખાશે કે એને ઈશ્વર કે આત્માની વાતમાં કશો રસ નહીં હોય. હિં દી ગામડિયામાં તો અણઘડપણાના પોપડાની નીચે જુ ગજૂ ની સંસ્કારિતા છુ પાયેલી પડી છે. એ પોપડો ઉખાડી નાખો, એ ગ્રામવાસીનાં દારિદ્રય ને નિરક્ષરતા દૂર કરો તો શિષ્ટ, સંસ્કારી, સ્વતંત્ર નાગરિક કેવો હોવો જોઈએ એનો સુંદરમાં સુંદર નમૂનો તમને જોવા મળશે.

ફ્રીડમન : પ્રવૃત્તિમય પશ્ચિમની સાથે જ્યારે હિં દનાં ગામડાંની સરખામણી કરી જોઉં છુ ં ત્યારે જાણે હં ુ છેક જ નિરાળી દુનિયામાં ફરતો હોઉં એવો ભાસ થાય છે. અહીંનાં ગામડાં નિષ્ક્રિય નિસ્તેજ ને નિરુત્સાહ દેખાય છે. જ્યાં પડ્યાં છે ત્યાંથી જરાયે આગળ વધતાં હોય એવું દેખાતું નથી.

ગાંધીજી : ઉપરચોટિયા નજરે જુ ઓ તો એવું જ લાગે. પણ જ ે ક્ષણે તમે એ લોકોની જોડે વાત કરો ને તેઓ બોલવા માંડ ે તે ક્ષણે તમે જોશો કે એમની જીભમાંથી જ્ઞાન ઝરે છે. બહારનો અણઘડપણાનો દેખાવ છે તેની પાછળ આધ્યાત્મિક વૃત્તિનો ઊંડો ઝરો પડેલો

[મૂળ અંગ્રેજી] हरिजनबंधु, ૨૬-૨-૧૯૩૯ 

ટોયોહિકો કાગાવા સાથે વાર્તાલાપ યુદ્ધ અને પ્રતિકાર

ગાં. : લડાઈને અંગે જાપાનમાં લોકલાગણી શી છે?

કા. : હં ુ તો જાપાનમાં બંડખોર છુ  ં : મારા વિચારો દર્શાવવાને બદલે આપની પાસેથી જ જાણવા માગુ​ું છુ ં કે આપ મારી જગાએ હો તો શું કરો? [ગાં૰] તેમ કરવું એ તો મારે માટે ધૃષ્ટતા

ગણાય.

કા. : ના, સાચે જ આપનું વલણ જાણવા હં ુ ઘણો ઇંતેજાર છુ .ં [ગાં૰] હં ુ મારો બળવો પોકારીને જાહે ર

કરું ને ગોળીએ વીંધાઉં. તમારી સહકારી 352

મંડળીઓ, બીજુ ં બધું કામ ત્રાજવામાં મૂકું અને સામેના પલ્લામાં જાપાનની ઇજ્જતને મૂકું. અને જો જોઉં કે જાપાનની ઇજ્જત વેચાઈ રહે લ છે તો હં ુ આજના આખા જાપાનની સામા થઈને તમારા અભિપ્રાયોનો પોકાર કરવા કહં ુ પણ આને સારુ અંતરમાંથી અવાજ નીકળવો જોઈએ. તમારી સ્થિતિમાં હોઉં તો હં ુ મેં કહ્યું તે બધું કરી જ શકું એમ નથી કહે તો, પણ તમે પૂછ્યું​ં એટલે કહ્યું. કા. : અંતર તો એ જ કહે છે, પણ મિત્રો રોકી રહ્યા છે.

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


અંતર્યામીનું જ સાંભળો [ગાં૰] મિત્રોનું ન સાંભળતાં જ્યારે અંતરજામી

મિત્ર કહે ‘કર’ ત્યારે એનું જ સાંભળવું. મિત્રો ગમે તેટલા સારા તોયે ઘણી વાર આપણને છેતરી પાડે છે. બીજી રીતની દલીલ તેઓ કરી જ ન શકે. તેઓ તો તમને જીવવા અને કામ કરવા જ કહે ને? મેં જ ેલ જવા નિર્ણય કર્યો ત્યારે મને પણ મિત્રોએ એમ જ કહે લું. પણ મેં તેમનું ન માન્યું. અને જ્યારે જ ેલ દીવાલો વચ્ચે હં ુ પુરાયો ત્યારે મેં ત્યાં આઝાદીનાં દર્શન કર્યાં અને મારી અંધારી કોટડીની ભીંતો સોંસરું હં ુ સર્વ કંઈ ભાળવા લાગ્યો, જ્યારે બહાર કશું દેખી શકતો નહોતો. કા. : આપને ત્યાં નહે રોની સહકારી મંડળીઓ છે ખરી? [ગાં૰] મને નથી લાગતું. અલબત્ત તમારે

ત્યાં તો બધું છે; અમારે શીખવા જ ેવું છે. પણ ચીનને જીવતું ને જીવતું ગળી જવાની જાપાનની આ કારવાઈને અમે કેમ કરીને સમજી શકીએ? તેને ફરી અફીણી બનાવી ઝેર દેવાની અને એવી એવી બીજી અનેક ભયાનક જાપાની કારવાઈઓ वॉट वॉर मीन्स નામે ચોપડી પં. જવાહરલાલજીએ મને આપી છે તેમાં વર્ણવી છે. આ બધા અત્યાચારો તમારા લોકો કેમ કરી શકતા હશે? અને પડ્યા પર પાટુ.ં પાછા તમારા મહાકવિ (વૉન નાગુચી) એને માનવતાની ને ચીનને આશીર્વાદરૂપ લડાઈ કહે છે!

ગીતાશિક્ષણ દા. કાગાવા ધર્મોના અભ્યાસી છે. ગીતા જોડે ગાંધીજીના શિક્ષણનો મેળ કેમ બેસે એમ એમણે પૂછ્યું​ં.

[ગાં૰] ટૂ કં માં એ ભાગ્યે જ ચર્ચી શકાય.

પણ ગીતાના તરજુ મા ને મેં લખેલા પ્રસ્તાવનામાં મેં એ સમજાવ્યું છે. મારો અર્થ અનુભવમાંથી ઊપજ ેલો છે, કાઢેલો નથી. કા. : આપ રોજ ગીતાપાઠ કરો છો એ સાચું? [ગાં૰] અઠવાડિયે અમે આખી ગીતાનો

પાઠ પૂરો કરીએ છીએ.

કા. : પણ ગીતાને અંતે કૃ ષ્ણે હિં સા જ કરવા કહ્યું છે ને? [ગાં૰] ના. હં ુ યે લડી રહ્યો છુ .ં હિં સા વાટે

લડુ ં તો આટલો સંગીનપણે ન લડી શકું. બીજા અધ્યાયના છેલ્લા ૧૯ શ્લોકમાં જ ે સ્થિતપ્રજ્ઞનું વર્ણન છે તેમાં ગીતાનો સંદેશ સમાઈ જાય છે. મનોવિકારો જીતવાથી જ એવા થવાય. વિકારને માર્યા પછી ભાઈને મારવાનું તમારાથી ન બને. જ ેને વિકાર નથી, જ ે સુખદુઃખ પ્રત્યે ઉદાસીન છે, માણસજાતને પીડનારા મનોવિકારોનાં તોફાનોથી જ ે અસ્થિર થતો નથી, એવા માણસને સંહાર કરતો જોવા હં ુ ઇચ્છું ખરો. આખું વર્ણન અજોડ સૌંદર્યભરી ભાષામાં છે. આ શ્લોકો પરથી ચોખ્ખું સમજાય છે કે કૃ ષ્ણ આધ્યાત્મિક યુદ્ધની વાત કરે છે. કા. : પણ યુદ્ધ તો સાચે જ થયેલું. આપનો અર્થ તો આપનો પોતાનો કાઢેલો છે ને? [ગાં૰] હશે. પણ માત્ર મારા અર્થ તરીકે

તો એની કશી કિંમત ન હોવી જોઈએ.

કા. : સામાન્ય માણસને તો એમ જ લાગે કે સાચા યુદ્ધની જ વાત કરી છે. [ગાં૰] નિષ્પક્ષ ચિત્તે આખી ગીતા તેની

ભૂમિકા વચ્ચે વાંચીને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. એમ કરશો તો તમે જોશો કે આરં ભમાં લડાઈનું વર્ણન આવે છે, પછી

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

353


ક્યાંયે મુદ્દલ એનો ઉલ્લેખ નથી.

કા. : બીજા કોઈએ આપના જ ેવો અર્થ કર્યો છે? [ગાં૰] ઘણાએ. યુદ્ધ એ આંતરયુદ્ધ છે, જ ે

માણસના અંતરમાં સદાકાળ ચાલ્યા કરે છે. પાંડવ-કૌરવ ભલાઈ અને બૂરાઈનાં તત્ત્વો છે; દૈવી અને આસુરી સંપત્ છે આ અર્થના પક્ષમાં આંતરિક પ્રમાણ ખુદ ગીતામાં અને ગીતા જ ેનો નાનકડો અંશ છે તે મહાભારતમાં છે. એ બે કુ ળો વચ્ચેના યુદ્ધનો ઇતિહાસ નથી, પણ માણસનો — માણસના આધ્યાત્મિક સંઘર્ષનો —  ઇતિહાસ છે. મારા અર્થ માટે મારી પાસે સંગીન કારણો છે. કા. : એટલે જ હં ુ કહં ુ છુ ં કે એ આપનો અર્થ છે. [ગાં૰] પણ એનાથી કંઈ ફે ર પડતો નથી.

સવાલ તો એ છે કે મારો અર્થ વિવેકપૂર્ણ છે કે કેમ, એ મનમાં ઊતરે છે કે કેમ. જો તે મનમાં ઊતરતો હોય તો પછી તે મારો હોય કે બીજા ગમે તેનો એ બહુ મહત્ત્વનું નથી. જો તે મનમાં ન ઊતરતો હોય તો તેનું કશું મહત્ત્વ નથી, પછી ભલે ને તે અર્થ મારો હોય. કા. : મને તો અર્જુનનું વલણ બહુ ગમે છે. કૃ ષ્ણે તો એને લડાવવા ખાતર બહાનું કરી આપ્યું છે. અને ખ્રિસ્તી ધર્મ અગાઉ તેનું તેમ કરવું સ્વાભાવિક હતું. [ગાં૰] ઐતિહાસિક દૃષ્ટિએ તમારું કહે વું

ભૂલભરે લું છે. ઈશુથી સેંકડો વર્ષ પહે લાં બુદ્ધે અહિં સા ઉપદેશી હતી.

કા. : તોયે મને તો કૃ ષ્ણના કરતાં અર્જુનના વિચારો જ ચડિયાતા લાગે છે. [ગાં૰] એટલે તમારા મત પ્રમાણે ગુરુ કરતાં

શિષ્ય ચડે એમ ને? ભલે. 354

કા. : પણ હં ુ આપના અર્થ જોડે સંમત છુ .ં અને એ ધ્યાનમાં રાખી હં ુ ફરી ગીતા વાંચીશ…

દુષ્કાળનિવારણ વળી પાછા ખેતીવાડી અને સહકારી પ્રવૃત્તિ ઉપર આવ્યા. દુષ્કાળનિવારણની રીતો વિશે એમને સાંભળવા એ ખરે ખર એક લહાવો છે. ‘દસ વરસમાં એક વરસ દુષ્કાળનું હોય’. [ગાં૰] અમારે ત્યાં તો દર વર્ષે દુષ્કાળ

હોય છે. ક્યાંક ને ક્યાંક હોય જ. એ અમારો કાયમી મિત્ર છે.

કા. : ત્યારે તમારે મોટા પાયા પર ઝાડ વાવવાં જોઈએ. ઝાડ, બળતણ અને ઘાસ- ચારા. ઘઉંચોખા બસ નથી. પ્રોટીન આપનારા ઝાડ વધુ જોઈએ… આપણે ત્યાંની ખેતીવાડીની પદ્ધતિમાં ફે રફાર થવાની બહુ જરૂર છે. [ગાં૰] ના, ના, આપણે ત્યાંની રાજ્યપદ્ધતિમાં

ફે રફાર થવાની જરૂર છે!

કઢંગો પ્રવાસકાર્યક્રમ સૌ હસી પડ્યા. દા. કાગાવાને તે જ સાંજ ે મુંબઈ જવાનું હતું.

ગાંધીજીએ ઘણો આગ્રહ કર્યો : આટલા બધા ધરમૂળના પ્રશ્નોની ચર્ચા છેડીને કેમ ચાલ્યા જવાય? કલાકો, દિવસો સુધી રહો એમ ઇચ્છું છુ .ં કા. : અહિં સા માર્ગ મારે માટે જીવનસર્વસ્વ છે. એ જ એકમાત્ર રસ્તો છે. એ માનવનો રસ્તો છે, બીજો શેતાનનો. [ગાં૰] એમ છે તો પછી ધાડધાડિયા

અમેરિકન ઢબે આવડી ઉતાવળ કાં? તમારી પ્રિય સહકારી રીતોની ચર્ચા સારુ પણ તમારે હિં દના આગેવાન પુરુષો જોડે કેટલાક દિવસો ગાળવા જોઈએ. વળી તમે શાંતિનિકેતન જોયા

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીએ તુલસી રામાયણની વાત કરી :

વગર તો જવાના જ કેમ કરીને?

મૂળ વાલ્મીકિકૃ ત સંસ્કૃત મેં નથી વાંચ્યું, એ પણ મહાન ગ્રંથ છે, પણ તુલસીકૃ ત હિં દી છેલ્લાં ચારસેં વર્ષથી લાખો ઘરની પ્રેરણા ને વિસામો છે.

કા : મેં કવિનાં કાવ્યો વાંચ્યાં છે. મને બહુ પ્રિય છે. [ગાં૰] પણ કવિ તમને પ્રિય છે ને? કા. : હં ુ રોજ गीतांजलि પાઠ કરું તો રોજ કવિનું સાંનિધ્ય અનુભવું નહીં? કવિ એમનાં કાવ્યો કરતાં ચડી જાય એમ બને. [ગાં૰] કેટલીક વાર એથી ઊલટુ ં સાચું

શંકરાચાર્ય તથા રામાનુજ વિશે વાત નીકળી. ગાંધીજીએ શંકરાચાર્યની મહાન તર્ક પદ્ધતિની પ્રશંસા કરી. પ્રવાસક્રમ ગોઠવવામાં ડૉક્ટર હૉજ ે પોતા પ્રત્યેના પક્ષપાતને લીધે બારડોલી મૂક્યું અને શાંતિનિકેતન છોડી દીધું એ માટે ગાંધીજીએ ખેદ દર્શાવ્યો : [ગાં૰] તમે કલકત્તે જશો ને શાંતિનિકેતન

હોય છે. પણ કવિની બાબતમાં તો હં ુ કહં ુ છુ ં કે એમનાં મહાકાવ્યો કરતાં પણ એ મહાન છે. હવે બીજો સવાલ પૂછુ.ં તમારા પ્રવાસક્રમમાં પોંડિચેરી છે કે નહીં? આજના ભારતવર્ષને સમજવા ઇચ્છનારે શાંતિનિકેતન તેમજ અરવિંદ આશ્રમ જોવાં જ જોઈએ. તમારો પ્રવાસક્રમ કોણે ગોઠવ્યો છે? તમારે મને એ કાર્ય સારુ નીમવો જોઈતો હતો!

નહીં જાઓ એ કેવું? તમે સંુદરબનમાં સર ડૅનિયલ હૅ મિલ્ટનની ગોશાબા એસ્ટેટ જોશો. ગોશાબા તો ગોશાબા છે, પણ શાંતિનિકેતન એટલે તો ભારતવર્ષ છે! [મૂળ અંગ્રેજી] हरिजनबंधु, ૨૨-૧-૧૯૩૯

કા. : (હસીને) ના. આપ તો જીવનને દોરવા સારુ છો. કાગાવાએ ગાંધીજીનાં પ્રિય પુસ્તકો વિશે પૂછ્યું​ં.

પારસી શિષ્ટમંડળને મુલાકાત1 તેમના આક્ષેપોનો મુદ્દો એ હતો કે પારસી કોમ સદીઓ થયાં કશી બૂરી અસર વિના દારૂતાડીનો છૂટથી ઉપયોગ કરતી આવી છે અને તેને દારૂબંધી કરવા ફરજ પાડવી એ જોરાવરી કરવા બરોબર જ છે. વેપાર રોજગાર અને

પ્રાંતના આર્થિક બંધારણમાં ભંગાણ પડવાની, દારૂ- વાળાઓ તેમજ છેદનારાઓ પર ઊતરનારી મુસીબતોની અને લોકોની ધાર્મિક ક્રિયાઓમાં થનારી દખલગીરીની દલીલો પણ રજૂ કરવામાં આવી. એશિયાવાસી અને બિનએશિયાવાસીઓની

1. મહાદેવ દેસાઈ જણાવે છે કે “બીજુ ં શિષ્ટમંડળ સર કાવસજી જહાંગીરની આગેવાની હે ઠળ અગ્રગણ્ય પારસીઓનું હતું, જ ેમાં સર કોયાજી, સર મોદી, શ્રી ખારે ધાટ શ્રોફ અને સકલાતવાળા હતા.”

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

355


વચ્ચે કરવામાં આવનારો ભેદ પણ બહુ અળખામણો છે એમ એમણે કહ્યું. અને એમ પણ સૂચવ્યું કે એકલા પારસીઓ જ નહીં પણ મુસલમાનો અને હિં દુઓ પણ દારૂબંધીની સરકારની નીતિની વિરુદ્ધ છે. શિષ્ટમંડળમાંના કેટલાક ગૃહસ્થો, ખાસ કરીને સર કાવસજી, ગાંધીજીના અનેક વર્ષોના મિત્રો હતા. તેથી તેમનો હુમલો વિશેષ જોરાવર હતો. આમ છતાં આખી ચર્ચા દરમિયાન મીઠો સદ્ભાવ અને અતિશય મિત્રાચારીભર્યું વાતાવરણ રહ્યું હતું. કાવસજી : દારૂડિયાપણું બૂરું છે પણ પીવું એમાં કંઈ દોષ નથી. વળી થોડાક પીનારા હોય તેને ખાતર આખી કોમને કાં સજા કરો, ગાંધીજી? મારી વાત કરું. મને પોતાને દરરોજ બેત્રણ ગ્લાસ શેરીના લીધા વગર ચાલે જ નહીં. અને હં ુ બીજા સેંકડોને જાણું છુ ં જ ેઓ દારૂબંધીની વાત કરનારા છે છતાં પીનારા પણ છે અને આપની દારૂબંધી આવશે તો બી પીવાના. ચાહે તેમ કરી પીવાના જ. તેમના બોલમાં દેખીતી અવગણના હતી. પણ ગાંધીજીએ અંતે એમને તેમણે ભૂતકાળમાં વખતોવખત જુ દે જુ દે ટાંકણે કેવી મદદ કરી હતી અને આ પ્રસંગે પણ તેઓ પોતાની મદદે ઊભશે એવી પોતે (ગાંધીજી) કેવા આશા સેવી રહ્યા હતા એ વસ્તુ યાદ આપીને તેમને ઠેકાણે આણ્યા. સર કાવસજી ખડખડાટ હસી પડ્યા. ખારે ઘાટે બહુ વિચિત્ર દલીલ કરી, “હં ુ દારૂ પીતો નથી. દારૂ વેચતો નથી. પણ આ દારૂબંધી હજારોને તારાજ કરશે. માટે ભલા થઈને રાજકોટના મામલામાં આપની ભૂલ સમજ્યા તેમ આ દારૂબંધીની બાબતમાં પણ સમજો. એટલે પછી મારા તમામ જિગરથી હં ુ આપને માન આપીશ.” વળી કહે , “અમારા ધર્મ પ્રમાણે દરે ક

356

યજમાને ઘેર આવેલા પરોણાને સારી રોટી અને સારો દારૂ આપવો જ જોઈએ.” [ગાં૰] દારૂનો અર્થ ‘કેફ વિનાનું પીણું’. ગમે તેમ પણ એ તો નવાઈની વાત લાગે છે કે આ બાબત ધાર્મિક ફરજ કઈ રીતે હોઈ શકે! કોઈ ગરીબ માણસ બાપડો શું કરે ? પછી સકલાતવાળા બોલ્યા : હં ુ દારૂ નથી પીતો, અને ખુદાની મહે રથી મિલકત વેરો આપવાને પૂરતી મિલકત પણ મારી પાસે છે. પણ આ બીજા લોક આવીને મારી જિંદગીનું નિયમન કરે એ કેવી વાત? હં ુ તો કહં ુ છુ ં કે જો હં ુ દારૂ પીતો નથી, છતાં જો કોઈ આવીને મને કહે કે બસ તારે દારૂ પીવો નહીં તો મારું લોહી ખરે ખર ઊકળી જ ઊઠે.

ગાંધીજી (હસીને) : પણ એમ તો ચોરી કરવા સામે પણ કાયદો છે, છતાં તમે ચોરી નથી કરતા. શું કાયદાનો મિજાજ ઉતારવા ખાતર તમે ચોરી કરશો?

એચ. પી. મોદી : અમે દારૂબંધીમાં માનતા નથી. કાયદાને તોડવા લલચાઈએ એવી સ્થિતિમાં અમને કાં મૂકો છો? અમને છૂટ મૂકો. દારૂ અમારી સામાજિક રહે ણીકરણીનો અમારી રોજિંદી જિંદગીનો એક ભાગ બની ગયો છે, અને અમારે દારૂ પીવો છે.

ગાંધીજીએ ઉપસંહાર રૂપે જવાબ વાળ્યો : તમારી અગાઉ આવેલા શિષ્ટમંડળને મેં કહ્યું તેમ તમે ઊંધા માણસ આગળ આવ્યા છો. તમારી અને મારી વચ્ચે દરિયા જ ેવડો તફાવત છે. દારૂબંધી મને શીખવનાર મરહૂમ દાદાભાઈ નવરોજી હતા. દારૂબંધી અને મિતપાન વચ્ચેનો ભેદ કરતાં પણ એમણે જ મને શીખવ્યું. વ્યક્તિસ્વાતંત્ર્ય અમુક હદમાં જ માણસને છે. પોતે સમાજનો એક અંશ છે એ વાત એનાથી ભૂલી શકાય નહીં અને તેથી તેના વ્યક્તિસ્વાતંત્ર્ય ઉપર કાપ મૂકવાના પ્રસંગ આવે છે. એક જ

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


મુદ્દો વિચારવા હં ુ તમને વીનવું છુ .ં તમારી વસ્તી કેવડી? ૩૫ કરોડમાં એક લાખ. તમે દુનિયાભરમાં ઈરાનના વતનીઓ તરીકે નહીં પણ હિં દી તરીકે પંકાઓ છો. એક લાખને હિસાબે નહીં પણ હિં દને હિસાબે, તમારી કોમના સાંકડા હિતની ગણતરીએ નહીં પણ આખા દેશની વિશાળ ગણતરીએ વિચારવા હં ુ તમને કહં ુ છુ .ં એક મહાન અને ઊંચો પ્રયોગ દેશ ઉપાડે તેમાં દખલ કરીને તમે તેને તોડી પાડવા મંડાઓ એ તમને કેમ શોભે? તમે કહો છો કે આ આદત તમારાથી છૂટે તેમ નથી. એવી તે તમારા જીવનમાં જડાઈ ગઈ છે. હં ુ કહં ુ છુ ં કે આમ કહીને તમે તમને પોતાને અન્યાય કરો છો. તમે કેટલી બધી વસ્તુઓ છોડી છે! તમે તમારી ભાષા છોડી અને ગુજરાતી ભાષાને અપનાવી. તમે તમારો પહે રવેશ છોડ્યો. અનેક રસમરિવાજ તમે છોડ્યા છે તો આ એક નબળાઈને તમારે શા સારુ ચીટકી રહે વું? તમારી નબળાઈ તમે ભલે રજૂ કરો, પણ ખુદાને ખાતર વ્યક્તિસ્વાતંત્ર્યની દલીલ આગળ ન કરો. એમ કરીને તો તમે તમારો આખો કેસ જ હારી જાઓ છો. હિં દને ખાતર તમે મોટા ભોગો આપ્યા છે. આ બૂરી આદતનો પણ ભોગ આપો. દક્ષિણ આફ્રિકામાં અનેક સ્ત્રી-પુરુષોને ગટરમાં સબડતાં અને અનેક કુ ટુબ ં ોને પાયમાલ થયેલાં મેં જોયાં છે. સર મોદીએ વચ્ચે જ કહ્યું : હિં દુસ્તાનમાં તમે ક્યાં પાયમાલી જોઈ?

ગાંધીજી : હં ુ તમને કહં ુ છુ ં કે મારી સગી આંખે મેં તે જોઈ છે. મારા પોતાના દીકરાનો કરુણ કિસ્સો તો છે જ. અમદાવાદના ૬૦ હજાર લોક આજ ે દારૂબંધી ઉપર આશીર્વાદ વરસાવી રહ્યા છે. હં ુ દાવો કરીને કહં ુ છુ ં

કે જાહે ર પ્રજાના અંતઃકરણનો નૈતિક ટેકો મારી પાછળ છે. આપણી વચ્ચેની તકરારનો મુદ્દો સાવ નાનો છે. થોડીક વ્યક્તિઓના આંતરિક વાંધાઓના સવાલ ઉપર તમે શું એક આખા દેશની પાયમાલી ચાલુ રાખવાની હદ સુધી ચીટકી રહે વા માગો છો? પણ સમાજમાં બીજી બદીઓ નથી શું? દાખલા તરીકે જુ ગાર.

ગાંધીજી : આના જ ેટલી નાશકારી નહીં. અને આમાંથી જ બીજી બદીઓ જન્મે છે. પણ હં ુ તો જુ ગારનો પણ નાશ જ માગું છુ .ં પણ આ દારૂની બદી તો તેના શિકારનાં શરીર તેમજ આત્મા બંનેનો નાશ કરે છે.

પણ ધારો કે તમે બેસુમાર ખાવાની લતે ચડો, તોપણ શું એવાં જ દુષ્પરિણામ ન આવે? આપ અમદાવાદના ૬૦ હજાર મજૂ રોની વાત કરો છો તો મુંબઈના ૫૦ હજાર પારસીઓની વિનવણી કાં નથી સાંભળતા? અમારામાં તો દારૂડિયાપણાથી કોઈ પાયમાલ થતું નથી.

ગાંધીજી : ઘડીવાર એ વાત માની લઈએ એનો અર્થ તો એટલો જ થયો કે તમારી કોમ સમજુ છે, હદમાં રહે નારી છે. વારુ, તો પછી એ સમજુ પણાને આગળ લંબાવીને હિં દુસ્તાનમાં ચાલુ થયેલા આ સૌથી મહાન નૈતિક સુધારાને તમે તમારો સહકાર કાં ન આપો? અને વળી એ પણ ન ભૂલો  કે જ ેમને તંદુરસ્તીને ખાતર અગર તો ધર્મક્રિયાના પાલનને ખાતર દારૂનો ઉપયોગ અનિવાર્ય છે તેમને સારુ તો પૂરતી જોગવાઈ રાખેલી જ છે. આ ધોરણે તમે કામ કરો અને આ સુધારાનો ફે જ કરવાની કોિશશ છોડી દો એમ તમને સૂચવું છુ .ં પણ યુરોપિયનો અને હિં દીઓ વચ્ચે ભેદ શા સારુ રાખ્યો છે?

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

357


ગાંધીજી : એને મારી નબળાઈ તરીકે જાહે ર કરો અને યુરોપિયનો સુધ્ધાં તમામને દારૂબંધી લાગુ કરવાની ચળવળ ચલાવો. આપણી પેઠ ે જ દારૂબંધીના સર્વસામાન્ય કાયદા હે ઠળ આવવાથી એમને (યુરોપિયનોને) પણ ફાયદો

જ થશે. એમની તંદુરસ્તીને ધક્કો પહોંચશે નહીં. કારણ કે તંદુરસ્તીના સબબ હે ઠળ તેમને જ ેટલો જરૂરી હશે તેટલો દારૂ મળશે!!! [મૂળ અંગ્રેજી] हरिजनबंधु, ૧૧-૬-૧૯૩૯ 

ચાર્લ્સ ફાબ્રી સાથે ચર્ચા1 પ્રાર્થનાના સ્વરૂપ તેમજ વસ્તુ વિશે તેઓ ખાસ કરીને વ્યગ્ર હતા. અને ગાંધીજી કઈ જાતની પ્રાર્થના કરે છે તે જાણવા બહુ ઇંતેજાર હતા. વળી ઈશ્વરી આશય પ્રાર્થનાથી ફે રવી શકાય? જાણી શકાય? આવી આવી એમની શંકાઓ હતી.

ગાંધીજી : પ્રાર્થના વખતે હં ુ શું કરું છુ ં તે પૂરી રીતે સમજાવવું મુશ્કેલ છે પણ ઈશ્વરી સંકેત બદલી શકાય કે નહીં એ તમારી શંકાનો જવાબ આપવામાં મુશ્કેલી નથી. તે એ કે જડ-ચેતન-સચરાચરમાં ઈશ્વરનો વાસો છે. પ્રાર્થના એટલે મારામાં રહે લા એ ઈશ્વરી તત્ત્વને જાગ્રત કરવાનો મારો પ્રયત્ન. મારામાં બૌદ્ધિક સમજ તો છે પણ જીવંત સ્પર્શ નથી. તેથી જ્યારે હં ુ હિં દને સારુ સ્વરાજ અથવા આઝાદીની પ્રાર્થના કરું છુ ં અગર તો એવા

સ્વરાજને સારુ જરૂરી સામર્થ્ય માગું છુ ં અથવા તેની પ્રાપ્તિને સારુ સૌથી મોટો ફાળો આપવાની અભિલાષા ધરું છુ ં ત્યારે એનો અર્થ એ થયો કે એવી ઇચ્છાના જવાબ રૂપે તેવું સામર્થ્ય મારામાં સીંચાય છે. ડૉ. ફાબ્રી : ત્યારે તો તેને તમે પ્રાર્થના ન કહી શકો. પ્રાર્થના એટલે તો ભીખવું કાં હકથી માગવું.

ગાંધીજી : ભલે. પણ હં ુ તો મારી પોતાની પાસે જ, ઉચ્ચાત્મા પાસે અથવા તો જ ેની જોડે હજી મારું સંપૂર્ણ તાદાત્મ્ય થયું નથી એ ખરા આત્મા પાસે જ, ભીખું છુ ં ને? તેથી જ એ વસ્તુને જો તમે સચરાચર વ્યાપેલા ઈશ્વરી તત્ત્વમાં પોતાને ખોઈ દેવાની અવિરત ઝંખના તરીકે વર્ણવો તો તેમાં શું ખોટુ?ં

1. हरिजनबंधुમાં “એક બૌદ્ધ જોડે સંવાદ” એ મથાળા નીચે પ્રગટ થયેલો. મહાદેવ દેસાઈ જણાવે છે કે તેઓ એક પુરાતત્ત્વ-સંશોધક છે… ડૉ. ફાબ્રી … ઘણાં વરસથી આ મુલકમાં વસે છે. પોતે પ્રો. સીલ્વાં લેવીના શિષ્ય હતા અને પ્રખ્યાત પુરાતત્ત્વવિદ સર ઑરે લ સ્ટેઇનના મદદનીશ તરીકે અહીં આવ્યા હતા… મૂળ હં ગેરીના વતની છે. તેમણે ગાંધીજી જોડે અગાઉ પત્રવ્યવહાર કરે લો તેમજ ગાંધીજીની પાછળ સહાનુભૂતિના ઉપવાસ પણ કરે લા. ઍબેટાબાદ ખાતે પોતે ગાંધીજીને ખાસ મળવા સારુ આવ્યા હતા.

358

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ધ્યાન કે પુકાર અને આમ કરવાને સારુ તમે જૂ ની રીત અખત્યાર કરો છો ખરું?

ગાંધીજી : મેં તો તમારી આગળ બુદ્ધિગ્રાહ્ય કલ્પના મૂકી. પણ જીવનભરની ટેવ ચાલુ છે તેથી જો તમે એમ કહો કે હં ુ કોઈ બાહ્ય શક્તિને પ્રાર્થંુ છુ ં તો તેમાં મને વાંધો નથી. અનંતનો જ હં ુ એક અંશ છુ ,ં અને છતાં એટલો બધો અલ્પ અંશ છુ ં કે તેનાથી જુ દો હોઉં એવો ભાસ થાય છે. તમને બૌદ્ધિક અર્થ સમજાવ્યા છતાં ઈશ્વરી તત્ત્વ જોડે તાદાત્મ્ય વિના મને મારી અલ્પતાનો એટલો બધો અનુભવ થાય છે કે જાણે હં ુ કંઈ જ નથી. હં ુ આ કરું છુ ં ને તે કરું છુ ં એમ કહં ુ તે જ ક્ષણે મારી ક્ષુદ્રતા અનુભવું છુ ં અને કોઈ વધુ ઉચ્ચ શક્તિ મને ટેકવી રહી છે એમ મને લાગે છે. ડૉ. ફાબ્રી : ટૉલ્સ્ટૉય એમ જ કહે છે. પ્રાર્થના એટલે ખરું જોતાં પૂર્ણ ધ્યાન અને ઉચ્ચ આત્મામાં ગળી જવું. જોકે પ્રસંગોપાત્ત માણસ બાળક પિતાને પુકારે તેવી રીતે પુકાર કરવાની ભૂલ કરી નાખે છે. બૌદ્ધ ડૉક્ટરને સાવધાન કરતાં ગાંધીજી બોલ્યા :

માફ કરજો. હં ુ એને ભૂલ ન કહં ુ . ઉચિત તો એ છે કે હં ુ ભલે પ્રભુપ્રાર્થના કરું છુ ં એમ કહં ુ . જ ે પ્રભુ ક્યાંક ઊંચે વાદળાંમાં કે છેટ ે રહે છે એવો કોઈક પ્રભુ છે તેને માટેની મારી ઝંખના પણ વધે છે અને વિચારમાં હં ુ તેની હાજરી અનુભવું છુ ,ં અને તમે જાણો છો કે વિચારનો વેગ તો પ્રકાશને પણ આંટી દે એટલો હોય છે. તેથી તમે બુદ્ધિની ભાષામાં કહી શકો કે મારી અને તેની વચ્ચેનું અંતર એવડુ ં બધું અમાપ છે કે તે ભૂંસાઈ જાય છે. તે અતિદૂર અને છતાં સાવ નિકટ છે.

ડૉ. ફાબ્રી : વાત તો માન્યતાની છે, પણ મારા જ ેવા કેટલાક આકરી તપાસની ટેવવાળા હોય છે. બુદ્ધે શીખવ્યું તે કરતાં ઉચ્ચતર અથવા એથી વધુ મોટો કોઈ જગદ્ગુરુ હં ુ માનતો નથી. કારણ બુદ્ધે દુનિયાના બીજા મહાન જગદ્ગુરુઓની પેઠ ે જ સંસારને કહ્યું, ‘હં ુ કહં ુ છુ ં તે અંધશ્રદ્ધાથી ન માનજો. કોઈ સિદ્ધાંત કે કોઈ ગ્રંથને અટલ ન ગણજો.’ હં ુ કોઈ ગ્રંથને અટલ માનતો નથી કારણ બધા માણસના રચેલા છે, પછી તે ગમે તેવડી ભવ્ય પ્રેરણાથી લખાયા હોય. તેથી જ ઈશ્વરની અંગત કલ્પનાને — મોટા શુભ સિંહાસન ઉપર એકાદ મહારાજાની પેઠ ે બેઠલ ે ા અને તમારી પ્રાર્થનાને સાંભળતા ઈશ્વરને હં ુ માની શકતો નથી. મને ખુશી થાય છે કે તમારી પ્રાર્થના જુ દી ભૂમિકા ઉપર છે.

ગાંધીજી : તમને યાદ આપું કે મારી પ્રાર્થના જુ દી ઢબની છે એમ કહે વું પણ અંશત : જ સાચું છે. હં ુ તમને કહી ચૂક્યો કે મેં તમને સમજાવેલી બૌદ્ધિક ભૂમિકા મારામાં કાયમ હોતી નથી. કાયમ તો એક અદૃશ્ય શક્તિમાં જ ેનાથી હં ુ ખોવાઈ જાઉં છુ ં એ શ્રદ્ધાની તીવ્રતા જ હોય છે. અને તેથી કશું મેં કર્યું એમ કહે વા કરતા ઈશ્વરે કર્યું એમ કહે વું ઘણું વધારે સાચું છે. મારા જીવનમાં એવી ઘણી વસ્તુઓ બની છે જ ેની મને તીવ્ર ઝંખના હતી પણ જ ે હં ુ પોતે એકલો કદી પ્રાપ્ત કરી શકત નહીં અને મેં મારા સાથીઓને હમેશાં સંભળાવ્યું છે કે એ સિદ્ધિ મારી પ્રાર્થનાના જવાબરૂપ હતી. મેં સાથીઓને એમ કદી નથી કહ્યું કે મારી ભીતર વસતા ઈશ્વરી તત્ત્વમાં મારી જાતને ખોઈ દેવાના મારા બૌદ્ધિક પ્રયાસના જવાબમાં થયું હતું. સહે લામાં સહે લી સાચી વાત મારા એટલા જ કથનમાં આવી જાય છે કે ‘પ્રભુએ મારો બેડો પાર ઉતાર્યો.’

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

359


એકલું કર્મ શક્તિહીન ડૉ. ફાબ્રીએ દલીલ કરી : પણ એ તો તમારા કર્મબળે તમે પામ્યા. પરમેશ્વર ન્યાયરૂપ છે, દયારૂપ નહીં. તમે ભલા છો એટલે તમારી જોડે બધું ભલું જ થાય છે.

ગાંધીજી : ના રે , ના, એવું એવું બધું થવા જ ેટલો હં ુ ભલો નથી. કર્મના એવા તત્ત્વાર્થને વળગું તો ઘણી વાર વેતરાઈ જાઉં. મારું કર્મ મને નહીં બચાવે. કર્મના અટલ સિદ્ધાંતમાં હં ુ માનનારો છુ .ં હં ુ ઘણી વસ્તુઓ સાધવા મથું છુ .ં મારા જીવનની પ્રત્યેક ક્ષણ વધુ ને વધુ શુભકર્મનો સંચય કરવાના, પાછલાં અશુભ ભૂંસવાના અને અત્યારનામાં ઉમેરો કરવાના આકરા પ્રયાસમાં વીતે છે. તેથી એમ કહે વું ખોટુ ં છે કે મારાં સંચિત કર્મ સારાં છે તેથી અત્યારે મારું બધું સારું થાય છે. સંચિત તો જોતજોતામાં ખલાસ થઈ જશે. તેથી મારે પ્રાર્થનાને બળે ભાવિ શુભ કર્મની રચના કરવી રહી. પણ હં ુ તમને કહં ુ છુ ં કે એકલું કર્મ સામર્થ્ય વિનાનું છે. હં ુ બોલું છુ ં કે ‘આ દીવાસળી સળગાવો’ અને છતાં બહારના સહકાર વિના હં ુ તે સળગાવી નથી શકતો. હં ુ દીવાસળી ઘસું છુ .ં ઘસું તે પહે લાં હાથ અકડાય છે, અથવા તો મારી પાસે એક જ દીવાસળી છે અને પવન તેને બૂઝવી દે છે; આ તે અકસ્માત કે ઈશ્વર કે ઉચ્ચ શક્તિ? હં ુ આ બાબતમાં મારા બાપદાદા વાપરતા આવ્યા અગર તો બાળકો વાપરે છે તે જ ભાષા વાપરવાનું વધુ પસંદ કરું છુ .ં બાળકના કરતાં હં ુ ચડિયાતો નથી. આપણે વિદ્વત્તાભરી વાતો કરીએ, ગ્રંથોની ચર્ચા કરીએ, પણ ખરો વખત આવે છે અને કોઈ વિપત્તિને મોઢામોઢ 360

થઈએ છીએ ત્યારે બાળકોની પેઠ ે આપણે માનવા લાગી જઈએ છીએ અને આપણી પ્રજ્ઞા આપણને કશું સાંત્વન આપી નથી શકતી.

બુદ્ધ પ્રાર્થના ન કરતા? ડૉ. ફાબ્રી : જ ેમને પરમેશ્વર વિશેની શ્રદ્ધા ભારે સાંત્વન આપે છે અને ચારિત્ર્યગઠનમાં મોટી મદદરૂપ નીવડે છે એવા બહુ ઊંચી પાયરીએ પહોંચેલા કેટલાક સત્પુરુષોને મેં જોયા છે. પણ કેટલાક એવા મહાન સત્પુરુષો હોય છે જ ેઓ તે વિના ચલાવી શકે છે. બૌદ્ધ વિચારણામાંથી આ હં ુ શીખ્યો છુ .ં

ગાંધીજી : પણ બૌદ્ધ વિચારણા એ એક અખંડ પ્રાર્થના નથી શું? ડૉ. ફાબ્રીએ મચક ન આપી : બુદ્ધે તો સૌને પોતામાંથી જ મોક્ષનો માર્ગ શોધી કાઢવા કહ્યું. બુદ્ધ કદી પ્રાર્થના ન કરતા, ધ્યાન ધરતા.

ગાંધીજી : તમારે જ ે શબ્દ વાપરવો હોય તે વાપરો, અર્થ એક જ છે. તેની પ્રતિમાઓ જ જુ ઓને. ડૉ. ફાબ્રીના ભીતરમાં સૂતેલો પુરાતત્ત્વવિદ જાગી ઊઠ્યો, અને તેણે એ પ્રતિમાઓની પ્રાચીનતાને લગતી શંકા રજૂ કરી. “એ પ્રતિમાઓ તો બુદ્ધના મરણ પછી ૪૦૦ વરસે બનવા માંડી હતી.”

ગાંધીજી : ભલે ને, તમે શોધીને નક્કી કર્યો હતો તે બુદ્ધનો ઇતિહાસ લો, તોય હં ુ તમને સાબિત કરી આપું કે એ બુદ્ધ પ્રાર્થના કરતા. નરી બૌદ્ધિક કલ્પના મને સંતોષી નથી શકતી. તમારા વિચાર વર્ણવવા સારુ મેં તો તમને એક સંપૂર્ણ વ્યાખ્યા આપી દીધી. વર્ણવવાનો પ્રયાસ જ મર્યાદારૂપ છે. પૃથક્કરણને તે હં ફાવે છે, અને માત્ર નાસ્તિકતા જ પાછળ બાકી રહે છે.

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


નમ્ર બનો ડૉ. ફાબ્રી : પણ જ ેઓ પ્રાર્થના ન કરી શકે તેમનું શું?

ગાંધીજી : તેવાઓને હં ુ કહં ુ , નમ્ર બનો, અને તમારી બુદ્ધની કલ્પનાથી ખરા બુદ્ધને મર્યાદિત ન કરો. જો બુદ્ધમાં પ્રાર્થના કરવા જ ેટલી નમ્રતા ન હોત તો કરોડો માણસનાં જીવન ઉપર આજ ે હજારો વરસ થયાં તે જ ે સામ્રાજ્ય ભોગવી રહે લ છે તે કદાપિ ભોગવી શકત નહીં. બુદ્ધિ કરતાં અનંતગણું ઉચ્ચ એવું કંઈક છે જ ે આપણા સૌના ઉપર અને નાસ્તિકના ઉપર પણ આધિપત્ય ભોગવે છે. તેમની નાસ્તિકતા અને તત્ત્વજ્ઞાન જીવનને કટોકટીને સમયે તેમને ખપ લાગતાં નથી. કંઈક ઉચ્ચતર, કંઈક બહારનું તેમને જોઈએ છે જ ે તેમને ટકાવી રાખે. તેથી જો કોઈ એવો કોયડો મારી આગળ મૂકે તો હં ુ તેને કહં ુ કે પરમેશ્વર અથવા પ્રાર્થનાનો અર્થ જ્યાં સુધી તું તારી પોતાની જાતને શૂન્યવત્ નહીં કરી મૂકે ત્યાં સુધી તને નહીં સમજાય. તારી મહત્તા અને મહાન બુદ્ધિવૈભવ છતાં આ વિશ્વમાં તું એક બિંદુમાત્ર છે એ સમજવા જ ેટલી નમ્રતા તારે કેળવ્યે જ છૂટકો. જીવનને વિશે નરી બૌદ્ધિક કલ્પના બસ નથી. આધ્યાત્મિક કલ્પના જ ે બુદ્ધિને હં ફાવે છે તે જ માત્ર માણસને સંતોષી શકે છે. કરોડોના જીવનમાં કટોકટીના પ્રસંગ આવે છે જ. પૈસાથી મળતી સાધનસામગ્રી, પ્રેમ સર્વ કંઈ હોય છે, પણ જીવનની અમુક પળે તે કશામાંથી તલમાત્ર સાંત્વન તેમને મળી શકતું નથી અને તેમના પ્રાણ તરફડે છે. આવી

પળે જ માણસને ઈશ્વરની ઝાંખી થાય છે. જ ે ઈશ્વર આપણા જીવનને એકેએક પગલે આપણને દોરી રહ્યો છે. તેની ઝાંખી થાય છે. આનું નામ જ પ્રાર્થના. ડૉ. ફાબ્રી : એટલે કે જ ેને આપણે ખરો આધ્યાત્મિક અનુભવ કહીએ છીએ કે જ ે બૌદ્ધિક કલ્પનાથી જોરાવર છે તેની તમે વાત કરો છો. બે વાર મારા જીવનમાં મને એવો અનુભવ થયો છે. પાછળથી તે ભૂંસાઈ ગયો, પણ હવે હં ુ બુદ્ધનાં એકબે વચનામૃતોમાંથી મહાસાંત્વન મેળવું છુ .ં એ વચનો તે આ : ‘સ્વાર્થ દુઃખનું મૂળ છે,’ ભિખ્ખુઓ! યાદ રાખજો કે સર્વ કંઈ ક્ષણભંગુર છે.’ આ બોધામૃતનું ચિંતન લગભગ શ્રદ્ધાની જ જગા લઈ લે છે.

ગાંધીજી : એનું જ નામ પ્રાર્થના.

આત્મઘાતનો અધિકાર [ડૉ. ફાબ્રી :] પોતાની જિંદગીનો અંત આણવાને લગતા માણસના અધિકાર વિશે આપ શું કહો છો? જીવનનું એકલા જીવન તરીકે તો હં ુ બહુ ઓછુ ં મહત્ત્વ આંકું છુ .ં

ગાંધીજી : હં ુ માનું છુ ં કે અમુક સંજોગોમાં માણસને પોતાની જિંદગીનો અંત આણવાનો સંપૂર્ણ અધિકાર છે. થોડા વખતની વાત પર મારા એક સાથી1 પતના મહાવ્યાધિથી પીડાતા હતા. તેઓ જાણતા હતા કે રોગ અસાધ્ય હતો અને તેમને પોતાને અને તેમની સેવા કરનારને સરખો જ વેદનારૂપ હતો. ખોરાક અગર પાણી લેવાનું છોડી દઈ પોતાની જિંદગીનો અંત આણવા તેમણે નિર્ણય કર્યો. મેં તેમના વિચારને મારો આશીર્વાદ આપ્યો. કહ્યું : ‘જો તમને સાચે જ લાગતું હોય કે

1. પરચૂરે શાસ્ત્રી.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

361


ઊંઘનું ઔષધ આપવા પણ કહં ુ જ ેમાંથી મારે ફરી જાગવાપણું ન હોય.

તમે એ અગ્નિપરીક્ષા સહી શકશો તો સુખે કરો.’ મેં તેમને આમ કહ્યું કારણ કે હં ુ જાણતો હતો કે પાણીમાં ભૂસકો મારીને અગર તો ઝેર ખાઈને મરવા કરતાં આમ તલતલ શોષવીને પ્રાણ આપવા એ કેટલું જુ દું છે. અને મારી ચેતવણી સાચી ઠરી. કારણ કોઈએ તેમને નવી લાલચથી આશામાં નાખ્યા કે અમુક માણસ પતના વ્યાધિને મટાડે છે. હવે સાંભળું છુ ં કે તેમણે ફરી ખોરાક લેવા માંડ્યો છે અને ઉપચાર કરાવી રહ્યા છે.

ડૉ. ફાબ્રી જવા ઊઠ્યા અને જતાં જતાં ઉપયોગી કાર્યનાં ઘણાં ઘણાં વર્ષો હજુ આપને સારુ બાકી છે એવી પોતાના અંતરની શુભેચ્છા તેમણે પ્રગટ કરી.

ગાંધીજીએ ખડખડ હસીને કહ્યું : ના, તમારી ફિલસૂફી પ્રમાણે તો જો મને લાગતું હોય કે મારું કામ પૂરું થયું છે, તો મારે બિલકુ લ ન રહે વું જોઈએ. અને મને સાચે જ લાગે છે મારું કામ પૂરું થયું છે.

ડૉ. ફાબ્રી : મને લાગે છે કે કસોટી એટલી જ છે કે માણસનું મન દુઃખથી સાવ બહે રું થઈ ગયું હોય તો તેને સારુ સારામાં સારો માર્ગ એ છે કે નિર્વાણ શોધવું. માણસ માંદો ન હોય અને છતાં જીવનસંગ્રામથી કંટાળી ગયો હોય.

ના, મારી ખાતરી છે કે તમે હજુ ઘણાં વધુ વર્ષો લગી માનવજાતિની સેવા કરી શકો એમ છો. કરોડો લોકો તમારા દીર્ઘાયુને માટે પ્રાર્થના કરે છે અને હં ુ જોકે પ્રાર્થના ન કરી શકું, અથવા તો કશું ઇચ્છી ન શકું —

[ગાંધીજી :] મારું મન આવા આત્મઘાતની કલ્પનાને વખોડી કાઢે છે. કસોટી એ નથી કે માણસ જિંદગીથી કંટાળી ગયો હોય, પણ કસોટી એ છે કે માણસ અનુભવતો હોય કે પોતે બીજાઓના ઉપર કેવળ બોજારૂપ થઈ પડ્યો છે અને તેથી તે દુનિયામાંથી ખરી પડવા માગતો હોય. દુઃખને કારણે માણસ ન ભાગે પણ બીજા પર નર્યા બોજારૂપ થઈ પડ્યાને કારણે ભાગે. આવું ન હોય ત્યાં પોતાની વેદના ખતમ કરવાનો એવો હિં સક પ્રયાસ જ માણસને વધુ મોટો વેદનાદાયી થઈ પડે છે. પણ ધારો કે મને કૅ ન્સર જ ેવો રોગ થયો હોય અને મરણ એ મારે સારુ કેવળ અમુક કાળ વીતવાની ગણતરીનો જ પ્રશ્ન હોય, તો હં ુ મારા દાક્તરને એવી

ગાંધીજીએ વચમાં જ કહ્યું : હા, હા, અંગ્રેજી ભાષા એટલી સ્થિતિસ્થાપક છે કે એની એ વસ્તુ કહે વાને સારુ તમને બીજો શબ્દ સહે જ ે મળી રહે શે.

ડૉ. ફાબ્રી : હા, હં ુ નિઃસ્વાર્થભાવે અભિપ્રાય આપું છુ ં કે તમારે હજુ ઘણાં ઘણાં વર્ષો જીવવાનું છે.

ગાંધીજી : ખાસ્સું, ખાસ્સું. તમને જોઈતો શબ્દ જડ્યો જ ને! તમને કહી દઉં કે તમારી આ શુભેચ્છામાં પણ નર્યો પ્રજ્ઞાજીવી માણસ જીવવાની ઇચ્છા વિના જીવતો રહી ન શકે એ કલ્પના રહે લી છે. જીવવાની ઇચ્છાને કેવળ અભાવે પણ દેહ પડી જાય. [મૂળ અંગ્રેજી] हरिजनबंधु, ૧૩-૮-૧૯૩૯ 

362

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ભાઈ પરમાનંદ સાથે વાતચીત1 [ગાં૰] મારા જીવનમાં હં ુ થોકબંધ ક્રાંતિકારોના

સમાગમમાં આવ્યો છુ .ં જ ે કાળે મેં हिंद स्वराज લખ્યું ને હં ુ ઇંગ્લૅન્ડમાં હતો અને મરહૂમ કર્ઝન વાઇલીનું ખૂન થયું તે કાળથી હં ુ ક્રાંતિકારો જોડે દલીલ કરતો આવ્યો છુ .ં તેઓ મારી પાસે આવતાં થાકતા નથી કારણ કે તેમને વિશ્વાસ છે કે હં ુ તેમનો વિશ્વાસપાત્ર મિત્ર છુ ં ને તેમની વાત ધીરજપૂર્વક સાંભળીશ, તેઓ મારે ખોળે માથું મૂકીને વગર આનાકાનીએ સૂઈ શકે છે, અને તેમનાં રહસ્યો મારી આગળ ઠાલવી શકે છે. આનું પરિણામ એ આવ્યું છે કે મોટી સંખ્યામાં તેમનામાંના ઘણા જણનો હૃદયપલટો થઈ ગયો છે ને તેઓ મારા સાથીઓ બની બેઠા છે. એટલે સરદાર પૃથ્વીસિંહનો દાખલો કંઈ અહિં સામાં માનતા થઈ જનાર ક્રાંતિકારનો પહે લવહે લો નહોતો. વળી મને એવી પણ આશા છે જ કે એ દાખલો છેલ્લો પણ નહીં નીવડે. માની લઈએ કે હિં દુ ધર્મમાં હિં સા સ્વીકારાઈ છે, તોપણ હિં દુ ધર્મનો દુનિયાને એક કીમતી ફાળો વર્ણાશ્રમ ધર્મ છે. (અત્યારે આપણે જોઈએ છીએ તે તેની હાંસીરૂપ નહીં). એવી હિં સાને તે ક્ષત્રિય પૂરતી મર્યાદિત કરે છે. તેથી ૩૫ કરોડને તલવાર વીંઝતાં શીખવવું, એમાં રહે લા આ ધર્મને અને ત્રાસને બાજુ એ મૂકીએ તોપણ, એ એક વિરાટ — લગભગ અશક્ય —  વસ્તુ છે.

સ્વાતંત્ર્યપ્રાપ્તિના સાધન રૂપે આવી સર્વવ્યાપી હિં સા એ કંઈ મારા માર્ગના કરતાં વધુ સહે લી ન ગણાય. કારણ તમે જ કહો છો કે મારો માર્ગ હિં દુસ્તાનને માટે પરં પરાગત અને પ્રજાના સ્વભાવને અનુકૂળ એવો છે. જીવનનો નિયમ પરસ્પર સહકાર છે, એકબીજાનાં ભક્ષણ કે કતલ નથી. એ વસ્તુિસ્થતિને પણ ભલે આપણે બાજુ એ મૂકીએ. જો પરસ્પરના ભક્ષણ કે કતલ જીવનનો નિયમ હોય તો માનવસમાજ આટલો કાળ ટકી જ શક્યો ન હોત. [ભાઈ પરમાનંદ:] પણ આખરી ફેં સલાની લડાઈમાં ભેળવાય તેટલાને કાં ન ભેળવવા?

ગાંધીજી : સાચું. જો લડાઈ આપણે લડવી જ પડશે તો તે મારા જીવનની તો આખરી જ લડાઈ હશે. કોઈ પણ સ્થિતિમાં એ છેલ્લી લડાઈ જ હશે. તેથી જ તો હં ુ એ વાતને વધુ જરૂરી ગણું છુ ં કે મારી સેના એની અગ્નિપરીક્ષામાં સંપૂર્ણ અહિં સાની રીતે પસાર થાય એવી છે. એ બાબતમાં મને ગળા સુધી ખાતરી ન થાય ત્યાં સુધી હં ુ શરૂઆત ન કરું. યુક્ત પ્રાંતના ૧૭ લાખેય સભ્યો મારી કસોટી જ ે સાવ સાદી છે — એટલે કે કાંતવું ને ખાદી પહે રવી  — તેમાં પાસ થાય તો એટલાથી જ તેવું વિરાટ પરિણામ આવે તેનો ખ્યાલ કરો. પ્રશ્નકાર : પણ ખાદી જ સ્વરાજ આણશે એમ

1. “એક ક્રાંતિકારી સાથે વાતચીત” એ મથાળા નીચે આ હે વાલ આપતાં મહાદેવ દેસાઈ જણાવે છે : “વાર્તાલાપ દરમિયાન સ્પષ્ટ જોઈ શકાતું હતું કે એકાંત કોટડીની લાંબી જ ેલસજા માણસનું કેવું સત્યાનાશ કાઢી નાખે છે, અને એને પરિણામે ભાંગી પડવાને બદલે કેટલાક જણ કેવા કડવા ઝેર અને જક્કી સ્વભાવવાળા બની જાય છે.”

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

363


તેમણે શા સારુ માનવું જોઈએ? તમારું સેનાપતિત્વ જોઈએ છે અને તેથી તમારી આજ્ઞા પાળવી જ જોઈએ એટલા ખાતર બહુ તો કાંતે.

ગાંધીજી : જો તેમણે પોતાના સેનાપતિને નિઃશંકપણે આજ્ઞાપાલન આપવું હોય તો ખાદી સ્વરાજ લાવશે એ વાતમાં સેનાપતિની સાથે સાથે તેમને પણ વિશ્વાસ હોવો જોઈએ. આમાં નર્યું યંત્રવત્, આચરણ હં ુ માનું છુ ં તેવું પરિણામ નહીં ઉપજાવી શકે. એ પરિણામ તે ખાદીભંડારો ખાલીખટ કરી મૂકવાનું અને ગામડાંની બેકારી ટાળવાનું. રેં ટિયા વિશે આસ્થા ન ઊપજ ે ત્યાં સુધી આ ન બને, એવો વિશ્વાસ ન હોય ત્યાં સુધી હં ુ એને શુદ્ધ આજ્ઞાપાલન ન કહં ુ . પણ આમાં હં ુ એમનો દોષ ન કાઢુ.ં મારો પોતાનો જ દોષ જોઉં કે એમને આ સાદું સત્ય સોંસરું ઊતરી જાય એટલી તીવ્ર હજુ મારી સાધના થઈ નથી. મારી અહિં સા હજુ ઊણી છે એ વાત જ આ સ્થિતિને માટે સર્વાંશે જવાબદાર છે. મેં અનેક વેળા કહ્યું છે કે જો એક જ સાચો સત્યાગ્રહી પાકે તોપણ તે બસ થઈ પડે. એવો સાચો સત્યાગ્રહી બનવાનો મારો પ્રયત્ન ચાલુ છે. એવા સત્યાગ્રહીનો એક પણ વિચાર નિષ્ફળ ન નીવડે. મારા ઘણા વિચારો પરિણામ વિનાના નથી નીવડતા એ હં ુ જાણું છુ .ં પણ સાથે સાથે હં ુ એ પણ જાણું છુ ં કે ખાદીને વિશે મેં જ ે જ ે વિચારો સેવ્યા છે ને પ્રગટ કર્યા છે તે લોકોમાં સોંસરા નથી ઊતર્યા. આનું કારણ હં ુ જાણું છુ .ં મારામાં હજુ હિં સા ભરી છે. જોકે હં ુ મારા ગુસ્સાને દાબી શકું છુ ં પણ ગુસ્સો આવે તો છે જ. બ્રહ્મચર્યનું પાલન છેક ૧૯૦૬ની સાલથી જ સમજ અને ચીવટપૂર્વક કરતો આવ્યો છુ .ં છતાં હં ુ ઇચ્છું 364

છુ ં તેવો સંપૂર્ણ બ્રહ્મચારી હં ુ થઈ શકતો નથી. કારણ મારી દૃષ્ટિમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય અલિંગી અવસ્થા છે. અલિંગી અવસ્થા એટલે પુરુષાતન વિનાની સ્થિતિ નહીં પણ ઊર્ધ્વરે તાની સ્થિતિ, જ ેમાં સંગ્રહ થતું વીર્ય ઓજસ બનીને આધ્યાત્મિક બળમાં પરિણમે છે. એવી નિર્વિકાર સ્થિતિ હં ુ પ્રાપ્ત કરી શક્યો હોત તો સંકલ્પમાત્રથી ઇચ્છિત કાર્યની સિદ્ધિ હં ુ મેળવી શકત. પછી એને સારુ મારે દલીલ કરવી પડત નહીં.

ઈશ્વર સર્વ વાતે નિર્વિકાર છે. એ જ શા માટે આપણી પાસે જોઈએ તેવું આચરણ નથી કરાવતા? એનામાં તો સર્વ પરિણામો નિપજાવવાનું સામર્થ્ય છે.

ગાંધીજી : આપણે કેમ કહી શકીએ કે એ કામ નથી કરી રહ્યો? પણ આ ચર્ચામાં ઈશ્વરને ભેળવવાની જરૂર નથી. એ તો સત્યઅસત્ય, હિં સા-અહિં સા બધાંથી પર છે. ક્રાંતિકાર : પણ આપણામાં વિકારો પણ એણે જ મૂક્યા છે ને? જો વિકારો બૂરી વસ્તુ જ હોત તો તેમને એ આપણામાં ઠાંસીઠાંસીને ભરત નહીં.

ગાંધીજી : સાચું. પણ એણે જ ેમ આપણામાં વિકારને મૂક્યા છે તેમ સારાસાર વિચારવાની વિવેકશક્તિ પણ મૂકેલી છે, અને સાચાખોટા, ભલાબૂરાની વચ્ચે પસંદગી કરવાની પણ અમુક અંશે શક્તિ બક્ષી છે.

ક્રાંતિકાર : પણ અમને તો લાગે છે કે આપ વિકારોથી મુક્ત છો અને પ્રમાણમાં સંપૂર્ણ છો.

ગાંધીજી : ના. મારી મર્યાદાઓનો આંક મને જ કાઢવા દેવો જોઈએ. જો હં ુ સંપૂર્ણ હોત તો હં ુ કહી ગયો તેમ મારે તમારી જોડે દલીલ જ ન કરવી પડત. મારા સંકલ્પમાત્રથી કામ થાત. હં ુ ઘણી લડાઈઓ લડ્યો છુ .ં

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


આજ ે છુ ં તેના કરતાં તે કાળે હં ુ ઓછો પૂર્ણ હતો. તે કાળે મારે દેશ આખામાં પરિભ્રમણ કરવાં પડતાં. રાત અને દિવસ ભાષણો કરવાં પડતાં ને દલીલો કરવી પડતી. આજ ે જો લડાઈ આવવી જ સર્જિત હશે તો તમે ખાતરી રાખજો કે હં ુ સેગાંવમાં બેઠો બેઠો જ તે ચલાવીશ. આજ ે હં ુ અગાઉ કરતો તેના કરતાં ઘણું જ ઓછુ ં બોલું છુ .ં બહુ ઓછી દલીલ કરું છુ .ં પણ મારા આદર્શથી હં ુ હજુ ઘણે દૂર પડ્યો છુ ં એ સત્ય હકીકત બાકી રહે જ છે.1 આટલા બધા સૈનિકો તૈયાર છે તો પછી આટલાં બધાં રમખાણ કાં થાય છે? ક્રાંતિકાર : કારણ ત્રીજો પક્ષ એમને ઉશ્કેરે છે.

ગાંધીજી : એ કંઈ જવાબ નથી. રમખાણો પાછળ કોઈનો હાથ હોય તોપણ અહિં સાને વરે લા સ્વયંસેવક સૈનિકોએ તેને પહોંચી વળવું જોઈએ અને રમખાણોને અશક્ય કરી મૂકતાં તેમને આવડવું જોઈએ. પણ તમારું પોતાનું શું? તમારે વિશે મેં જ ે જ ે કંઈ સાંભળ્યું છે તે બધું તમારી શોભા વધારે એવું નથી. ક્રાંતિકાર : મેં તો જિંદગીમાં કોઈ દિવસ — હં ુ પ્રત્યક્ષ ક્રાંતિકાર હતો ત્યારે પણ — હિં સાને બરદાસ કરી નથી. કોઈ પોલીસ કે સરકારી અમલદારને મારવાની મેં કદી સલાહ આપી હોય એવું કોઈ સાબિત કરી આપે. સાચું જોતાં આવાં બધાં કૃ ત્ય અને પ્રયત્નોને હં ુ વખોડી કાઢતો.

“સાચે જ?” “અલબત્ત.” “બાબા રામચંદ્રને તો ઓળખો છો ને?” “હાસ્તો.” “ભલા તો પછી એ તો જાણો છો ને કે બાબા રામચંદ્ર કોઈને કોઈનો જાન લેવા ન કહે તા પણ એઓ માનતા કે ખદબદતું પાણી માણસના ગળામાં રે ડવું એ હિં સા નથી. તમે પણ કદાચ આવી જ રીતની અહિં સા આચરી હોય!”

પેલા મિત્રે સરળભાવે કહ્યું : ના. એવું તો નહીં, પણ મેં લોકોને भगवद्‌गीताનું શિક્ષણ સમજાવ્યું છે ખરું. હં ુ તેમને કહે તો કે શ્રીકૃ ષ્ણ ભગવાને પોતે કહ્યું છે કે મારનારો મારતો નથી ને મરનારો મરતો નથી2

ગાંધીજી : બસ એટલું જ શીખવ્યું એમ ને? ખાસું. પેલા ખડખડાટ હસી પડ્યા. અહિં સાને વિશે એમણે કરે લો દાવો એમને પોતાને જ એટલો વિચિત્ર લાગ્યો. છતાં એમણે હજુ યે દલીલ ન છોડી : પણ શું ભગવાન શ્રીકૃ ષ્ણે એવું નથી કહ્યું?

ગાંધીજી : એનો અર્થ એ નથી કે તમારે કે મારે એમ કહે વું. હં ુ માણસને મારું તો મારે ફાંસીએ લટકવું પડે. હં ુ બરાડી બરાડીને કહં ુ કે ‘મેં કાેઈને માર્યું નથી ને કોઈ મર્યું જ નથી.’ એથી થોડો જ હં ુ બચી શકું? ક્રાંતિકાર : પણ જો તમે એમ માનતા હો કે

1. અહીં મહાદેવ દેસાઈ નોંધે છે : વળતે દિવસે આ મિત્ર ફરી વાર ગાંધીજીને મળ્યા અને પોતાની દલીલો ચલાવી. કોઈ પણ રસ્તે હજારો સત્યાગ્રહીઓ લડત માટે થનગની રહ્યાના ખ્યાલે આ મિત્રને ઘેર્યા હતા. કાંતણની કસોટી બાજુ એ રાખીને બીજી પણ એક કસોટી ગાંધીજીએ તેમની આગળ મૂકી. 2. भगवद्‌गीता, ૨, ૧૯.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

365


અમારે ગીતાના શિક્ષણને ભૂલી જવું તો એમ કહો ને. એટલે પછી અમે ગીતાનું નામ નહીં કાઢીએ અને બન્ને સિદ્ધાંત અનુસરશું.

રહી છે. તમે આ બધાં વર્ષ એનો કક્કો અવળો ઘૂંટ્યો છે. [મૂળ અંગ્રેજી] हरिजनबंधु, ૨૮-૧-૧૯૪૦

ગાંધીજી : બીજો સિદ્ધાંત અનુસરવાનો છે જ નહીં. ગીતા જ તમારે નવેસર ભણવી 

શાંતિવાદીઓ સાથે ચર્ચા1 [પ્રશ્ન] ધારો કે ચડિયાતા પશુબળની હાજરીમાં કોઈ લાચારી અનુભવે અને ખોટુ ં થતું અટકાવવા પૂરતું જ બળ વાપરે તો તે યોગ્ય ગણાય?

[ઉત્તર] હા, પણ જો તમારામાં સાચી અહિં સા હોય તો તમને લાચારીની લાગણી થવી જ ન જોઈએ. હિં સા સામે લાચાર બની જવું એ અહિં સા નથી પણ કાયરતા છે. અહિં સા અને કાયરતા વચ્ચે ગોટાળો ન કરવો જોઈએ.

ધારો કે કોઈ આવીને તમારું અપમાન કરે તો શું આપણે આપણું એ રીતે અપમાન થવા દેવું? [ગાં૰] તમને એમ લાગે કે તમારું અપમાન

થાય છે તો તમે એ ગુંડાને લપડાક મારો અથવા તમારું સ્વમાન સાચવવા જ ે કંઈ પગલું લેવા જ ેવું લાગે તે લો તે યોગ્ય છે. જો તમે કાયર ન હો તો એ સંજોગોમાં બળ વાપરવું એ જ સ્વાભાવિક પરિણામ છે. પણ જો અહિં સા બરાબર પચાવી હોય તો તમને અપમાન થયું લાગવું જ ન જોઈએ. અને તો

તમારા અહિં સક વર્તાવથી કાં તો તે ગુંડો શરમાઈ જશે અને એ રીતે તમારું અપમાન થતું અટકશે અથવા તમને અપમાનથી પર બનાવી દેશે જ ેથી એ અપમાન માત્ર ગુંડાના મોંમાં જ રહે શે અને તમને અડશે પણ નહીં.

ધારો કે કોઈ રોગિષ્ઠ મનનો માણસ હોય, કોઈ ગાંડા માણસને ઘૂમરી ચડી હોય, તે ખૂન કરવા દોડતો હોય, અથવા પરિસ્થિતિ ખૂબ બગડી ચૂકી હોય ત્યારે તમે તોફાનને સ્થળે આવી પહોંચો : કોઈ રોષે ભરાયેલું ટોળું કાબૂ બહાર ગયું હોય અને તમને એમ થાય કશું જ થઈ શકે એમ નથી, તો એવે પ્રસંગે એ ગાંડા માણસને રોકવા માટે શારીરિક બળ વાપરવામાં આવે, અથવા બીજા દાખલામાં અશ્રુવાયુ છોડવામાં આવે તો તે યોગ્ય ગણાય? [ગાં૰] હં ુ એ હં મેશાં માફ તો કરું, પણ

હં ુ એમ તો ન કહં ુ કે અહિં સાની દૃષ્ટિએ એ યોગ્ય છે. હં ુ એમ કહં ુ કે તમારામાં એટલી અહિં સા નહોતી જ ે તમને શુદ્ધ અહિં સક

1. પ્યારે લાલના “એન ઇન્ટરલૂડ ઍટ શાંતિનિકેતન”, નામના લેખમાંથી, શાંતિવાદીઓનું એક જૂ થ, જ ેમાં કેટલાક ક્વૅકર મિત્રો પણ હતા, ડૉ. અમીય ચક્રવર્તીની આગેવાની હે ઠળ શાંતિનિકેતનમાં ગાંધીજીને મળ્યું હતું.

366

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ઉપાય લેવા માટે જોઈતો આત્મવિશ્વાસ આપે. જો તમારામાં એટલી અહિં સા હોય તો તમારી કેવળ હાજરી જ ગાંડા માણસને શાંત પાડવાને પૂરતી થઈ પડે. અહિં સામાં પોતામાં જ એવું બળ રહે લું હોય છે. એ કંઈ યાંત્રિક વસ્તુ નથી. હં ુ હિં સા નહીં વાપરું એમ કહે વામાત્રથી તમે અહિં સક બની જતા નથી. એ તમારા હૃદયમાંથી ઊગવી જોઈએ. તમારા હૃદયમાં ખોટુ ં કરનાર પ્રત્યે પ્રેમ અને દયા ઊભરાતાં હોવાં જોઈએ. જો તમારા હૃદયમાં એવી લાગણી હશે તો તે કોઈ કાર્ય દ્વારા વ્યક્ત થયા વગર નહીં રહે . એ કદાચ કોઈ ઇશારો હોય, નજર હોય કે મૌન પણ હોય. એ જ ે હશે તે પણ તે ખોટુ ં કરનારના હૃદયને પિગાળી નાખશે અને તેને ખોટુ ં કરતો રોકશે. આદર્શ અહિં સાની દૃષ્ટિએ અશ્રુવાયુનો ઉપયોગ યોગ્ય નથી, પણ જો હં ુ બધી બાજુ થી ઘેરાઈ ગયો હોઉં અને એના ઉપયોગ વગર કોઈ નિરાધાર છોકરીની લાજ લૂંટાતી ન રોકી શકતો હોઉં અથવા કોઈ રોષે ભરાયેલા ટોળાને ગાંડપણ કરતું ન અટકાવી શકતો હોઉં તો તેના ઉપયોગનો હં ુ આખી દુનિયા સામે થઈને બચાવ કરીશ. જો હં ુ કયામતને દિવસે એમ કહં ુ કે મારી અહિં સાની પ્રતિજ્ઞાને કારણે હં ુ આ વસ્તુઓ બનતી રોકી ન શક્યો તો તે ઈશ્વર માફ નહીં કરે . અહિં સા એ પોતે જ ક્રિયાશીલ બને છે, કોઈએ એને પ્રેરવી નથી પડતી. સંપૂર્ણપણે અહિં સક માણસ સ્વભાવથી જ હિં સા વાપરવાને અસમર્થ હોય છે, અથવા તેને હિં સાની જરૂર જ નથી

હોતી. તેની અહિં સા બધા સંજોગોમાં તેને પૂરતું કામ આપે છે. તેથી, હં ુ જ્યારે એમ કહં ુ છુ ં કે હિં સાનો ઉપયોગ ગમે તેટલા પ્રમાણમાં અને ગમે તેવા સંજોગોમાં પણ ખોટો છે, ત્યારે હં ુ એ વિધાન નિરપેક્ષપણે નથી કરતો. એના કરતાં હં ુ એમ કહં ુ એ વધારે સારું છે કે એક શાશ્વત સિદ્ધાંતમાં અપવાદો સ્વીકારવા કરતાં મારામાં પૂરતી અહિં સા નથી એમ સ્વીકારી લેવું સારું. ઉપરાંત, હં ુ અપવાદ સ્વીકારવાની ના પાડુ ં એને કારણે જ અહિં સાની કાર્યપદ્ધતિને સંપૂર્ણ બનાવવાની મને ફરજ પડશે. હં ુ પતંજલિના સૂત્રમાં અક્ષરશઃ માનું છુ ં કે અહિં સા આગળ હિં સા શમી જાય છે. કોઈ રાજ્ય શુદ્ધ અહિં સાના સિદ્ધાંતને અનુસરીને ચાલી શકે? [ગાં૰] કોઈ સરકાર સંપૂર્ણપણે અહિં સક

ન બની શકે કારણ એ બધા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આજ ે હં ુ એવા સત્‌યુગની કલ્પના નથી કરતો. પણ હં ુ એમ જરૂર માનું છુ ં કે પ્રધાનપણે અહિં સક સમાજ શક્ય છે. અને હં ુ એને માટે મથી રહ્યો છુ .ં એવા સમાજનું પ્રતિનિધિત્વ કરતી સરકાર ઓછામાં ઓછી હિં સા વાપરશે. પણ સરકાર નામને લાયક કોઈ પણ સરકાર અરાજકતા તો ન જ ચાલવા દઈ શકે. તેથી મેં કહ્યું છે કે પ્રધાનપણે અહિં સા ઉપર આધારિત સરકારમાં પણ નાનું પોલીસદળ તો જોઈશે જ. [મૂળ અંગ્રેજી] हरिजन, ૯–૩–૧૯૪૦ 

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

367


એક ચીનવાસી જોડે વાર્તાલાપ સ. : અંગ્રેજોને તો આપ સારી રીતે ઓળખો છો. છતાં આપ માનો છો કે તેઓ તમને લડત વિના સ્વરાજ આપશે?

ગાંધીજી : આપે ખરા અને નયે આપે. અમારામાં શક્તિ છે એવી તેમને ખબર હોય તો તેઓ લડત કરવા માગે એમ હં ુ નથી માનતો. પણ આજ ે તેમને અમારામાં શક્તિ દેખાતી નથી. સ. : આપનું ધાર્યું કરાવવા સારુ આપની પાસે સવિનયભંગ સિવાય કંઈ સાધન છે? [જ.] હા. અમારામાં માંહોમાંહેના કજિયા

ન હોય તો બ્રિટિશ સરકાર અમારી સામે ન થઈ શકે.

સ. : આપને ખબર છે કે ચીનમાં અમે એકતાને સારુ ભારે કિંમત આપી છે. અમારે અઢી વરસ સુધી આંતરવિગ્રહનાં કષ્ટો સહે વાં પડયાં. અંગ્રેજો ચાલ્યા જાય તો હિં દુસ્તાનને પણ એવી જ યાતનાઓ સહે વી ન પડે? [જ.] અંગ્રેજો ચાલ્યા જાય તો શું થાય

એ ચોક્કસ કહે વું અશક્ય છે. પણ આંતરવિગ્રહ થવો જ જોઈએ એવું નથી. મને લાગે છે કે ચીનમાં સ્થિતિ જુ દા પ્રકારની હતી. ત્યાં આખી પ્રજામાં બળવાની ભાવના પ્રગટેલી હતી. અહીં અમે સાત લાખ ગામડાંમાં વસનારા એકબીજાનાં ગળાં કાપવા ધસતા નથી. અમારામાં માંહોમાંહે ઝેર ને વિખવાદો નથી. પણ વિશાળ જનસમુદાયોની પાસે અહિં સાનો પ્રયોગ કરાવવો એ જગતના ઇતિહાસમાં નવો અખતરો છે ખરો. એની શક્તિ વિશેની મારી શ્રદ્ધાથી હં ુ પ્રફુલ્લિત થાઉંછુ .ં કદાચ કરોડો માણસોએ એ શ્રદ્ધા 368

ગ્રહણ કરી નયે હોય, ને કદાચ અમારે સ્વતંત્રતાને માટે આંતરવિગ્રહરૂપી કિંમત આપવી પડે. પણ અમે જો અંગ્રેજોની સામે સાચી અહિં સાથી જીતીશું તો મારી ખાતરી છે કે આંતરવિગ્રહ નહીં થાય.

સ. : ચીનમાં રપ વરસ આંતરવિગ્રહ ચાલ્યા પછી અમને અમારી પ્રજાના પ્રતિનિધિ તરીકે સેનાધિપતિ ચાંગ કાઈ-શેક મળી આવ્યા છે. આપના જ ેવા આધ્યાત્મિક વૃત્તિવાળા કરતાં કોઈ વધુ લડાયક નેતાની હિં દી પ્રજાને જરૂર પડે એમ ન બને? [જ.] આંતરવિગ્રહ થાય તો મારું દેવાળું

નીકળ્યું ગણાશે. ને તો લશ્કરી માણસની જરૂર પડશે.

સ. : હિં દુસ્તાનને સ્વરાજ મળશે તો તેવું હિં દ પ્રજાસત્તાક પંથે ખીલશે? લોકશાસન હિં દી પ્રજાના સ્વભાવને અનુકૂળ છે? [જ.] આ પ્રશ્નનો જવાબ ચોક્કસ હા કે

ના આપવો મુશ્કેલ છે. અમે જો અહિં સાને રસ્તે અમારો વિકાસ સાધીશું તો લોકશાસન અમને અનુકૂળ આવશે, એટલું જ નહીં પણ અમે જગતમાં સૌથી વધુ સાચા લોકશાસનના પ્રતિનિધિ બનીશું.

સ. : અંગ્રેજો જાય તો તમે તમારું રક્ષણ કરી શકશો? [જ.] હા, જો હિં દુ અને મુસલમાન બંને

અહિં સાને રસ્તે પોતાનો વિકાસ સાધશે તો.

સ. : હિં દુસ્તાનના ઉપલા વર્ગનો મોટો ભાગ મોઢે તો રાષ્ટ્રીયતાનું નામ લે છે પણ અંતરમાં ઊંડે ઊંડે અંગ્રેજી રાજ્ય ઇચ્છે છે, એમ કહે વું સાચું છે? [જ.] મને લાગે છે બહુ મોટા ભાગના

લોકોને અંગ્રેજી રાજ્ય નથી જોઈતું. તેમને

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


પરદેશી ઝૂંસરીમાંથી છુ ટકારો જોઈએ છે.

સ. : અંગ્રેજો ચાલ્યા જાય તો આપ કોઈ અંગ્રેજોને અહીં રાખશો ખરા? [જ.] હા, જો તેઓ અમારા દેશ પ્રત્યે

નિષ્ઠા રાખતા થાય અને પોતાની ભારે કુ શળતા હુન્નરઉદ્યોગનું જ્ઞાન જો સંશોધનશક્તિનો ઉપયોગ કરીને હિં દુસ્તાનની સેવા કરે તો. સ. : આપ પરાધીનતામાંથી છૂટવા માટે કોઈ ત્રીજી સત્તાની મદદ લો ખરા? [ગાં૰] ના — કદી નહીં. અમારે અમારી

આંતરિક શક્તિથી જ સ્વતંત્રતા મેળવવી રહી. નહીં તો પરાધીન રહે વું રહ્યું. બહારની મદદથી રચેલી કોઈ પણ ઇમારત નબળી જ હોવાની. સ. : અંગ્રેજો તો સારું કરનારી પ્રજા ગણાય છે, નહીં? એમની સાથે સારું કરવા જ ેવું આપની પાસે કંઈ છે ખરું? [જ.] બહુ જ ઓછુ ં અને ગમે તેમ હો

પણ હં ુ મારી આઝાદી મેળવવા માટે સારું કરવા ન જ બેસું.

સ. : અંત:કરણ માણસને સારો બનાવી શકે એમ આપ માનો છો? [જ.] હા, પણ એ એને કાયર પણ બનાવી

શકે.

સ. : ધર્મ માણસને નૈતિક બનાવી શકે? [જ.] હા, પણ એ સાચો ધર્મ હોવો જોઈએ,

જ ે મનુષ્યને અંદરથી પ્રેમ અને સેવાની ભાવનાની પ્રેરણા આપે. સ. : ચીનમાં અમે માનતા સામ્યવાદ (કૉમ્યુનિઝમ)ની જામે, પણ હવે એણે પાકું જ હિં દુસ્તાનને વિશે કહી [જ.] હં ુ કહં ુ કે

હતા કે અમારે ત્યાં જડ બિલકુ લ નહીં ઘર ઘાલ્યું છે. એવું શકાય ખરું?

હિં દુસ્તાનમાં હજુ

સામ્યવાદીઓ (કૉમ્યુનિસ્ટો)એ ઝાઝી પ્રગતિ નથી કરી, ને ગમે તેમ પણ મને લાગે છે કે અમારી પ્રજાનો સ્વભાવ એવો છે કે તેમાં કૉમ્યુનિસ્ટ રીતોનો પ્રવેશ સહે જ ે નહીં થવા પામે. સ. : હિં દુસ્તાનનો વતની એ પોતાને પહે લો હિં દુ કે મુસલમાન ને પછી હિં દી માનનારો હોય છે એ વાત સાચી છે? [જ.] સામાન્યપણે એ સાચું નથી; જોકે

એ દેશને માટે સ્વધર્મને વેચવા પણ તૈયાર નહીં થાય.

સ. : અમારા રાજનૈતિક જીવનમાં ધર્મને કશું સ્થાન નથી. ને આ વસ્તુ ચીની મુસલમાનોને પણ લાગુ પડે છે. હિં દુસ્તાન પૂર્વની પ્રજા તરીકે વિકસવાનો વધારે સંભવ છે કે અંગ્રેજો જોડેનો સંબંધ જતો કરવો મુશ્કેલ પડશે? મને ભાસે છે કે અંગ્રેજી રહે ણી ને વિચારપદ્ધતિએ આ દેશમાં ઊંડી જડ ઘાલી છે. [જ.] શહે રોની બાબતમાં તમારી વાત

સાચી છે. પણ તમે ગામડાંમાં જાઓ તો જોશો કે ખરું હિં દુસ્તાન ગામડાંમાં વસે છે ને તેને આ પવન બિલકુ લ લાગ્યો નથી. છતાં અંગ્રેજી રહે ણી ને રીતરિવાજ, તેમની રાજકારભારની રીતો, ભાષા ને વિચારપ્રવાહે શિક્ષિત કહે વાતા હિં દ પર વિનાશક અસર કરી છે અને એ સાંસ્કારિક વિજયની જડ કદાચ અમે પૂરેપૂરી કદી નહીં કાઢી શકીએ. સ. : હિં દુસ્તાન અનેક કોમોની બનેલી પ્રજા છે? એ વસ્તુ એની એકતામાં વિઘ્નરૂપ થઈ પડે એમ આપ માનો છો? [જ.] જરાયે નહીં. સ. : અમારા અને આપના સામાજિક અને બીજા સવાલો સમાન છે એ એક આશ્ચર્યની વાત છે? [જ.] હા, અને એટલે જ આપણે

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

369


એકબીજાની આટલા બધા નિકટ છીએ — સંકટ સમયના સાથીઓ.

અને અહીં ગાંધીજીએ જણાવ્યું કે… તેઓ દક્ષિણ આફિકામાંની ચીની વસ્તીને કેવી સારી રીતે જાણતા હતા, તેઓ કેવી રીતે એમના વકીલ બન્યા હતા, અને એમની સાથે તેમને કેટલો બધો ગાઢ સંબંધ હતો, ત્યાંના પૂર્વના લોકોના હકો માટેની લડતના ટેકામાં તે બધા કેવી રીતે એમના સાથી બન્યા. ચીનાઓની તેમ જ જાપાનીઓની જાણીતી ગૂઢતા માટે ગાંધીજીએ હસતાં હસતાં ચીની મિત્રને ટકોર કરી. ગાંધીજીએ તે મિત્રને કહ્યું કે સેવાગ્રામ આશ્રમનું એ કેવું સદ્‌ભાગ્ય છે કે એક જાપાનીસ સાધુ અત્યારે અહીં વસી રહ્યા છે : [ગાં૰] તે શાંત, શિસ્તબદ્ધ, માયાળુ છે.

પણ તે સાથે તેમનામાં લાક્ષણિક ઓછાબોલાપણું છે. તેને લીધે તેમના મનમાં ખરે ખર શું છે તે કળી શકાતું નથી. એ સારી બાબત પણ હોઈ શકે છે, એમના ગૌરવમાં એ વધારો કરે છે, એમના મનની શાંતિમાં તે જરૂર વધારો કરે છે અને ઘરની મુશ્કેલીઓ તથા ઝઘડાઓથી તે અસ્પૃષ્ટ અને અક્ષુબ્ધ રહે છે. દક્ષિણ આફ્રિકાના ચીની મિત્રો વિશે પણ મને એમ જ લાગ્યું છે. મેં તેમની સમક્ષ અનેક વાર ભાષણો આપ્યાં. મેં એમની અને હિં દીઓની વચ્ચે કોઈ જાતનો ભેદભાવ રાખ્યો નહોતો, પણ મને હં મેશાં એમ લાગ્યા કર્યું કે તમારા લોકોએ તેમની આસપાસ એક દીવાલ ચણી દીધી હતી. તમે ઘણા વધારે સુધરે લા છો અને કદાચ, એટલે જ તમારામાં કૃત્રિમતા છે. ચીની શુભેચ્છા મંડળે હાલમાં જ આપેલા, હાથે વણેલા રે શમ પર દોરે લા, મઢેલા અને દીવાલ પર લટકતા એક સુંદર ચિત્ર તરફ આંગળી

370

ચીંધીને ગાંધીજીએ કહ્યું :

તમારી કળા જ લો. એ સુંદર અને આનંદદાયક છે, પણ એ કળા મારે માટે અકળ છે. પરં તુ આ હં ુ ખરાબ અર્થમાં નથી કહે તો. મારા ચીની સાથીઓ પર મેં વિશ્વાસ રાખ્યો છે અને તેઓ મને વફાદાર હતા તેમજ ચીન અને ચીનના લોકો પ્રત્યે હં ુ બહુ આકર્ષાયો છુ .ં સ. : જતાં પહે લાં એક-બે મહત્ત્વના સવાલો હં ુ પૂછી શકું? આપ આપના જીવતાં હિં દને આઝાદ થયેલું જોવાની આશા સેવો છો? [જ.] હા, જરૂર. મારા જીવતાં હિં દને

આઝાદ થયેલું જોવા હં ુ ખસૂસ માગું છુ .ં પણ મારા જીવનનું એ સ્વપ્નુંું ફળેલું જોવાને ઈશ્વર કદાચ મને લાયક ન ગણે. એમ થાય તો હં ુ એની જોડે કજિયો નહીં કરું પણ મારો પોતાનો જ વાંક કાઢીશ. સ. : પણ લશ્કર વિના આપ કદી સફળતા કેમ કરીને મેળવી શકવાના? [જ.] અત્યાર સુધી તો અમારું ગાડુ ં ચાલ્યું

છે. એક પણ ગોળીબાર કર્યા વિના અમે અમારા ધ્યેયની સમીપ આવતા જઈએ છીએ. અમને વિજય મળે તો એ એક ચમત્કાર ગણાશે. પણ અહિં સાના શસ્ત્રની શક્તિ વિશે મારા મનમાં શંકા ઊપજ ે એમ નથી. પણ અમારામાં અહિં સા પૂરતે અંશે છે કે કેમ એ હજુ પુરવાર થવું રહ્યું છે. સ. : આપના લોકોમાં અંગ્રેજો વિશે દ્વેષ છે ખરો? [જ.] દુ:ખની વાત છે, પણ છે. પણ અમે

જો અહિં સક રહીશું તો દ્વેષ શમી જશે, જ ેમ કોઈ પણ વસ્તુ તેનો ઉપયોગ ન થાય તો મરી જાય છે તેમ.

સ. : અમને તો મનમાંથી જપાનનો દ્વેષ કાઢવાનું

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


બહુ વસમું લાગે છે. [જ.] હા, તમને એમ કરતાં જમાનો

લેવાનો પ્રસંગ આવ્યો નથી એટલે હં ુ જાતઅનુભવ પરથી કંઈ કહી શકતો નથી. હિં દસુ ્તાની સંસ્કૃતિમાં ને હિં દીઓના સ્વભાવમાં જ ે કંઈ ઉદાત્ત અંશો હતા તેની છાપ હિં દના સર્વ વિજ ેતાઓ — મુસલમાનો સુધ્ધાં — ઉપર પડી છે. મને લાગે છે જર્મનો ઉપર પણ એવી અસર પડત. સંભવ છે કે બીજાના કરતાં અંગ્રેજોના ઉપર, તેમના અતડા સ્વભાવ અને રં ગદ્વેષને લીધે ઓછી અસર પડી હોય.

લાગશે, કેમ કે તમે એમની સામે હિં સા વાપરો છો. તમારે હિં સાથી આત્મરક્ષણ કરવું નહોતું જોઈતું એમ હં ુ નથી કહે તો. પણ એ સંજોગોમાં દ્વેષ શમી જાય એ સંભવિત નથી.

સ. : બીજી કોઈ પ્રજાના કરતાં અંગ્રેજોની જોડે કામ લેવું કંઈ સહે લું છે ખરું? [જ.] અહિં સાની દૃષ્ટિએ એમની જોડે કામ

લેવું એટલું જ સહે લું છે જ ેટલું બીજા કોઈની જોડે હોય. પણ બીજા કોઈની જોડે કામ

[મૂળ અંગ્રેજી] हरिजनबंधु, ૨૮-૪-૧૯૪૦ 

બી. જી. ખેર1 અને અન્ય સાથે ચર્ચા અહિં સાનો વ્યાપ પૂનાથી ૧૫–૨૦ સજ્જનો અને સન્નારીઓ ગયે અઠવાડિયે અહિં સાના પ્રશ્ન ઉપર તેમને ઊઠતી શંકાઓના સમાધાનને માટે વર્ધા આવ્યાં હતાં. બધાં અહિં સાનાં પૂજારીઓ હતાં, ને સંપૂર્ણ અહિં સામાં માનનારાં હતાં, અથવા તો સંપૂર્ણ અહિં સામાં પોતાની નિષ્ઠા સ્થિર કરવાના ઇરાદાથી આવ્યાં હતાં. દોઢબે કલાક સુધી તેમના પ્રશ્નો ચાલ્યા. ગાંધીજીએ ધીરજથી પણ ક્ષણવાર પણ અટક્યા વિના દરે ક પ્રશ્નના ઉત્તર આપ્યા. આખરે ગાંધીજી કહે  :

આજ ે કેમ હં ુ તમારા પ્રશ્નોના ઉત્તર અચકાયા વિના આપી શકું છુ ?ં કારણ એ

વસ્તુ આખી હં ુ ઘોળીને પી ગયો છુ ,ં એ બધા પ્રશ્નો મને ઊઠ્યા છે, અને એના જવાબ મારા મનને મળી ચૂકેલા છે. સૌએ એકાગ્ર ચિત્તે બધા ઉત્તર સાંભળ્યા, સાયંકાળની પ્રાર્થના માટે સેવાગ્રામ આવ્યાં, અને પૂના માટે રાતની ગાડી લીધી. આ મંડળની સાથે બાળાસાહે બ ખેર અને તેમનાં પત્ની પણ કલ્યાણથી જોડાયાં હતાં, અને બાળાસાહે બે ચર્ચામાં રસપૂર્વક ભાગ લીધો હતો. ઘણા પ્રશ્નો તો અનેક વાર ચર્ચાઈ ગયેલા હતા, છતાં એ બધા પ્રશ્નો ઉપર ગાંધીજીને સાંભળી લેવાય તો એ અને એવા પ્રશ્નો પૂછનારાઓને તેઓ સંતોષકારક જવાબ આપી શકે એ માટે તેમણે

1. મુંબઈના માજી મુખ્ય મંત્રી.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

371


કશું પૂછવાનું બાકી ન રાખવાનો નિશ્ચય કર્યો લાગતો હતો. પ્રશ્નો અહિં સાના સિદ્ધાંત વિશે, મહાસમિતિના નિર્ણય વિશે, અને એ સિદ્ધાંતના વ્યવહારમાં પ્રયોગ વિશે હતા. પ્રથમ પ્રશ્ન વ્યક્તિગત અને સામુદાયિક જીવન વિશે, અહિં સાના મર્યાદા અને વ્યાપને વિશે હતો. એ મનુષ્ય પૂરતી છે કે મનુષ્યેતર પ્રાણી માટે પણ છે? ઉત્તરમાં ગાંધીજીએ કહ્યું :

આ પ્રશ્નને માટે હં ુ તૈયાર ન હતો. મહાસભાને માટે તો અહિં સા રાજકીય ક્ષેત્રને માટે જ છે, એટલે એ મનુષ્ય પૂરતી જ હોઈ શકે. એટલે આપણા કામને માટે તો સંપૂર્ણ અહિં સા એટલે રાજકીય ક્ષેત્રમાં દરે ક પ્રકારની અહિં સા. એનો અર્થ એ થયો કે કૌટુબિ ં ક સંબંધમાં, સરકારની સાથેના સંબંધમાં, સમાજમાં અંધાધૂંધી થાય ત્યારે , અને પરદેશના હુમલા સામે અહિં સાનો પ્રયોગ કરવો રહ્યો. એટલે મનુષ્ય મનુષ્ય વચ્ચે આપણો વ્યવહાર શુદ્ધ અહિં સામય હોય એટલું બસ છે. આ ઉત્તર પછી માંસાહારી કે અંડાહારી અહિં સક કહે વાય કે નહીં એ પ્રશ્નનો અવકાશ ન રહે વો જોઈતો હતો, પણ પુછાયો.

ગાંધીજીએ કહ્યું : અહિં સાને બાધ આવતો નથી, કારણ કે જો આવે તો તો આપણે મુસલમાનો અને ખ્રિસ્તીઓ અને ઘણા હિં દુઓને અહિં સાના ક્ષેત્રમાં સાથીઓ તરીકે છોડી દેવા પડે. ઘણા માંસાહારીઓ મેં એવા જોયા છે કે જ ે શાકાહારીઓ કરતાં વધારે અહિં સક છે. “પણ”, એક ભાઈએ પૂછ,્યું “ઘણા માંસાહારીઓને છોડી દેવા પડે તોય શું?” [ગાં૰] હા, છોડીએ — જો છોડવાનો ધર્મ

372

જ હોય તો. પણ આમાં તો ધર્મપાલન અને વ્યવહાર બંને સાથે સાથે થાય છે, કારણ ધર્મ શો છે એ તો હં ુ આગલા પ્રશ્નના ઉત્તરમાં બતાવી ચૂક્યો.

એક ખોટી તુલના પ્ર. આપે એક વાર લખ્યું હતું કે જર્મનોની સામે પોલ લોકોએ જ ે પ્રતિકાર કર્યો તે લગભગ અહિં સક કહી શકાય. જો એમ હોય તો કાર્યવાહક સમિતિના વર્ધા ઠરાવનો આપે શા માટે વિરોધ કર્યો? [ઉ.] આ પ્રશ્ન પણ ન પુછાવો જોઈએ,

કારણ બે કિસ્સાઓમાં જરાય સામ્ય નથી. એક માણસ એકલવાયો સેંકડો શસ્ત્રસજ્જ ડાકુ ઓ સામે ઝૂઝે અને તલવાર ચલાવે તો તેને માટે હં ુ કહં ુ કે એણે લગભગ અહિં સાપાલન કર્યું. આપણી સ્ત્રીઓને તો હં ુ કહી ચૂક્યો જ છુ ં કે પોતાના શિયળની રક્ષા કરતાં તેઓ નખ વાપરે કે દાંત વાપરે , અરે ભાલું વાપરે તોપણ હં ુ તેમને અહિં સક તરીકે વર્ણવીશ. કારણ તેની કાંઈ હિં સા માટેની તૈયારી નથી હોતી. હિં સા અને અહિં સાનો ભેદ તે સમજ ે છે, પણ તત્કાળ જ ે સૂઝ્યું તે કરીને પોતાના શિયળને રક્ષે છે. ધારો કે કોઈ ઉંદર બિલાડીના હુમલા સામે પોતાની ચાંચ વાપરે તો શું તેને આપણે હિં સક કહીશું? આ જ અર્થમાં મેં પોલ લોકોને માટે પેલું વાક્ય વાપર્યું હતું. પોતાના કરતાં અનેકગણી સંખ્યામાં, અને અનેકગણા સુસજ્જ જર્મનોનાં ધાડાંઓની સામે શૂરવીરની જ ેમ સામનો કરવામાં પોલ લોકોએ લગભગ અહિં સા વાપરી નહીં તો શું? એ વચનને આજ ે પણ હં ુ વળગી રહં ુ છુ ં અને ભવિષ્યમાં વળગી

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


રહીશ. “લગભગ”નો પૂરો ભાવ તમારે સમજવો જોઈએ. પણ આપણે તો અહીં ૪૦ કરોડ છીએ. આપણામાં થોડો સરખો પણ સહકાર હોય તોપણ દુશ્મનની સામે ટક્કર ઝીલી શકીએ છીએ. તેઓ મોટુ ં લશ્કર ઊભું કરે અને લડવા તૈયાર થાય તો તેને “લગભગ” અહિં સક કેમ કહે વાય? પોલ લોકોને તો ખબર પણ ન હતી કે એવી રીતે જર્મનોનાં ધાડાં તેમની ઉપર તૂટી પડશે. આપણે જ્યારે શસ્ત્રાસ્ત્રની તૈયારીની વાત કરીએ છીએ ત્યારે આપણો હે તુ એ છે કે ગમે તેવો બળિયો શત્રુ આવે તેને તેના કરતાં વધારે બળવાન સેનાથી માત કરીએ. જો હિં દુસ્તાન એવી તૈયારી કરે તો જગતને એક આફતરૂપ થઈ પડે. એ તો હિં સાની પરાકાષ્ઠા થાય. જ ેમ યુરોપે બીજા દેશોને ચૂસવાનું ધોરણ સ્વીકાર્યું તેમ આપણે પણ સ્વીકારીએ અને જગતનો સંહાર કરવાની પેરવી કરીએ. એટલે જ હં ુ વારં વાર દુઃખથી કહં ુ છુ ં કે સરદાર અને રાજાજીને કેમ ન રોકી શક્યો? મારા શબ્દોમાં ઈશ્વરે તેમને સમજાવવા જ ેટલી શક્તિ કેમ ન મૂકી? કારણ એ ઠરાવ કરીને તો આપણે જગતને જાહે ર કર્યું કે આજ સુધી જ ે અહિં સા આપણે ઉચ્ચારતા હતા તે આપણે હોઠે હતી પણ હૈ યે ન હતી.

અહિં સક રાજ્યવહીવટ પ્ર. આપને રાજ્યવહીવટ કરવાનો હોય તો અહિં સાથી કેવી રીતે કરશો? [ઉ.] આ સવાલમાં એક વસ્તુ સ્વીકારી

લો છો એ સમજાય છે? જો અહિં સક રીતે આપણે સ્વરાજ મેળવ્યું હશે તો તેનો અર્થ

એ થયો કે આપણે ઘણાખરા અહિં સક થયા હઈશું, આપણો દેશ અહિં સક રીતે સંગઠિત થયો હશે. એટલે જો આપણે સ્વરાજ મેળવવા એટલી અહિં સક તૈયારી કરી હશે તો તે અહિં સક રીતે જાળવવામાં આપણને મુશ્કેલી ન પડવી જોઈએ. કારણ અહિં સક સ્વરાજ ઉપરથી ઊતરી આવેલું નહીં હોય, આપણને લોકોનો બહુમતીપૂર્વક સાથ મળ્યો હશે. જો આવું રાજ્ય મળે તો એનો અર્થ એ થયો કે ગુંડાઓ પણ આપણા અંકુશમાં આવ્યા હશે. દાખલા તરીકે સેવાગ્રામમાં સાતસેંની વસ્તીમાં પાંચસાત ગુંડા હોય, અને બાકીના માણસોને અહિં સાની તાલીમ મળી હોય તો પેલા ગુંડાઓ બાકીનાનો અંકુશ સ્વીકારશે અથવા તો ગામ છોડીને ચાલ્યા જશે. પણ તમે જોશો કે આ સવાલની હં ુ સાવધાનીથી ચર્ચા કરી રહ્યો છુ .ં મારી સત્યની ભાવના બોલાવે છે કે કદાચ આપણે પોલીસ વિના ન ચલાવી શકીએ. આનું પરિણામ એ આવે કે જ્યારે બાળાસાહે બના હાથમાં કારભાર પાછો આવે ત્યારે તે પોલીસનો ઉપયોગ કરશે, પણ લશ્કરનો તો વિચાર જ નહીં કરે . અને પોલીસ પણ બ્રિટિશ રાખે છે તેવી નહીં પણ આપણી ઢબની હશે. વળી આપણી કલ્પના પ્રમાણેનું “ઍડલ્ટ સફ્રેજ” (પુખ્ત વયનાં તમામ સ્ત્રીપુરુષોનો મતાધિકાર) હશે, એટલે ૨૧ વર્ષના જુ વાનનો પણ રાજ્યમાં હિસ્સો હશે. એટલે મેં કહ્યું છે કે પૂર્ણ અહિં સક રાજ્ય તે રાજા વિનાનું વ્યવસ્થિત રાજ્ય હશે. એટલે જ ેમાં પોલીસ વગેરેનો વહીવટ ઓછામાં ઓછો તે જ રાજ્ય ઉત્તમ હશે. પણ વાત તો એ છે કે રાજ્યની લગામ મારા હાથમાં સોંપે છે કોણ? સોંપે તો રાજ્ય

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

373


હં ુ ચલાવી બતાવું. હં ુ પોલીસ રાખીશ તો તે મહાસભામાંથી લીધેલા સમાજસુધારકો હશે. “પણ,” કોઈકે સામો ટાણો માર્યો, “સત્તા તો તમારી પાસે હતી ના?” [ગાં૰] હા, હતીસ્તો. પણ તે તો કાગળની

હોડી હતી. અને તેમ એ ન ભૂલશો કે ત્યારે પણ મહાસભાના પ્રધાનો ઉપર મારી ટીકા ચાલ્યા જ કરતી. મુનશીજી અને પંતજી ઉપર મેં કેટલીય વાર પ્રહારો કર્યા છે. સાચી વાત એ છે કે આપણે આશા રાખી હતી કે આપણે ધીમે ધીમે અહિં સાને પહોંચશું. જ ેમ ગટરનું પાણી ગંગામાં મળે ને ગંગાજળ જ ેવું પવિત્ર બને છે, તેમ અહિં સક મહાસભાના તંત્ર તળે આવીને ગુંડા પણ સજ્જન બનશે એવી આશા રાખી હતી. પણ આપણા પ્રધાનોમાં ગંગાજળનો પાવક પવિત્ર પ્રભાવ આવ્યો ન હતો.

“પણ,” ખેરસાહે બ બોલ્યા, “મહાસભાના પ્રધાનો અહિં સક સત્તા લઈને આવ્યા ન હતા. ૫૦૦ ગુંડા તોફાને ચડે અને તેમને ન રોકીએ તો તે હાહાકાર મચાવી શકે. એવાની સામે આપ પણ બીજી રીતે ન વર્ત્યા હોત એનો મને ભય છે.” ગાંધીજી હસ્યા ને બોલ્યા : પણ એ કલ્પના

તો હં મેશાં મેં કરી હતી, અને તમારે શું કરવું એ કહ્યા જ કરતો હતો. પ્રધાનો એ પ્રસંગે ઘર કે ઑફિસમાંથી નીકળી પડી ગુંડાઓની આગળ ઊભા રહી પ્રાણ પાથરી શકતા હતા. પણ આપણામાં એ અહિં સા ન હતી એ વાત સાચી. ન હતી છતાં ગયા, પણ ભલે ગયા. કારણ એ સત્તા ઘડીના વચલા ભાગમાં છોડતાં આપણને વાર ન લાગી. હા, એટલું કહં ુ છુ ં કે આપણા 374

પ્રધાનવટાનાં બે વર્ષમાં આપણે અખંડ અહિં સા જાળવી શક્યા હોત તો મહાસભા અહિં સાની અને સ્વરાજની દિશામાં બહુ આગળ વધી હોત.

બાળાસાહે બ બોલ્યા : પણ ચારપાંચ વર્ષ ઉપર જ્યારે આવો પ્રસંગ આવેલો ત્યારે મેં મહાસભાના નેતાઓને કહે લું, નીકળી પડો, અને આગમાં ઝંપલાવો. પણ કોઈ તૈયાર થયા ન હતા.

ગાંધીજી : આ તો તમે મારી દલીલનું સમર્થન કરી રહ્યા છો. હં ુ એ જ કહી રહ્યો છુ ં ના કે આપણી અહિં સા એ હૈ યે ન હતી પણ હોઠે જ હતી. પણ અનુમાન તો એ કાઢવાનું છે કે જો કાચી અહિં સાથી પણ આપણે આટલા આગળ વધ્યા તો સાચી અહિં સા હોત તો કેટલા આગળ વધત! સંભવ છે કે કદાચ આપણે આપણું ધ્યેય મેળવીને બેસી ગયા હોત.

અહિં સક સેના બહારના આક્રમણનો અહિં સક રીતે કેવી રીતે મુકાબલો કરશો એ સમજાવશો? [ગાં૰] આનું ચિત્ર હં ુ તમારી આગળ પૂરું

ન દોરી શકું, કારણ આપણી પાસે પૂર્વઅનુભવ નથી, અને આજ ે હુમલાનો સામનો કરવાનો આવીને ઊભો નથી. વળી આજ ે તો સરકારી લશ્કર શીખ, ગુરખા અને પઠાણોનું પડ્યું જ છે. મારી કલ્પના તો એ છે કે હં ુ મારું હજાર બે હજારનું અહિં સક સૈન્ય બંને લડતી ફોજોની વચ્ચે મૂકી દઉં. આમ કરીને બીજુ ં કાંઈ પરિણામ ન આણું તોપણ દુશ્મનની હિં સાનું પ્રમાણ તો હં ુ જરૂર ઓછુ ં કરું જ. કલ્પના તો બહુ કરી શકાય, પણ કલ્પના શા સારુ કરવી? મુદ્દે વાત એ છે કે અહિં સક

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


સેનાના સેનાપતિને ઈશ્વર પ્રત્યેક પરિસ્થિતિને પહોંચી વળવાને બુદ્ધિયોગ આપી જ દે છે. કારણ હિં સક સેનાપતિના કરતાં અહિં સક સેનાપતિમાં વધારે તીવ્ર બુદ્ધિ અને વધારે સમયસૂચકતા જોઈએ. પણ એ અગાઉથી જ બધું ચિત્ર દોરી શકે એટલી શક્તિ ઈશ્વર એને આપે તો એ અભિમાની બને. અને ઈશ્વર એવો કંજૂસ છે કે આવશ્યક કરતાં અધિક શક્તિ એ મનુષ્યને આપતો નથી.

ખેરસાહે બ તો વિદ્વાન પુરુષ છે, એટલે એમણે હવે એક ગીતાની ભાષામાં સવાલ પૂછ્યો : સંસાર આખો દ્વન્દ્વનો છે — હર્ષશોક, સુખદુઃખ, ડર ને હિં મત. જો ડર હશે તો હિં મત પણ આવશે, પણ ડર નકામી વસ્તુ નથી. પહાડ ઉપર ડર રાખીને ન ચાલીએ તો ક્યાંક ખીણમાં જઈને પડીએ ત્યારે શું તમારી અહિં સક સેના એ દ્વન્દ્વાતીત હશે? ગુણાતીત હશે?

તુરત જ ગાંધીજીએ ગીતાની ભાષામાં કહ્યું : ના, જરાય નહીં. કારણ મારું લશ્કર પણ દ્વન્દ્વમાંના એકને — અહિં સાને — વરે લું હશે. હં ુ કે મારા સૈનિકો એ દ્વન્દ્વથી પર નથી, ત્રિગુણાતીત નથી. ગીતાનો ત્રિગુણાતીત1 તો હિં સા-અહિં સા બંનેથી પર છે. ડરનો ઉપયોગ છે, પણ ડરપોકપણાનો ઉપયોગ નથી. ડરથી હં ુ સાપના મોંમાં આંગળી ન મૂકું, પણ ડરપોકપણાથી સાપથી દોઢ ગાઉ દૂર ભાગું નહીં. વાત એ છે કે આપણે તો મરણ આવે તે પહે લાં અનેક વાર મરીએ છીએ. ડર તો માત્ર ઈશ્વરનો હોય. પણ મારું લશ્કર કેવા પ્રકારનું હશે એ હં ુ સમજાવું. એ બધા સૈનિકોમાં સેનાપતિની

બુદ્ધિ હશે એવી કલ્પના જ નથી, પણ એ બધામાં સેનાપતિના એકેએક હુકમનો અમલ કરવાની નિષ્ઠા અને શિસ્ત હશે. સેનાપતિમાં એવી વસ્તુ અવશ્ય જોઈએ કે જ ેને લીધે બધા તેનો હુકમ માને. લાખોના દળ પાસેથી તો તે કેવળ આજ્ઞાપાલન માગશે. દાંડીકૂ ચ એ કેવળ મારી કલ્પના હતી. પહે લાં તો મોતીલાલજીએ એની મશ્કરી કરે લી, અને જમનાલાલજીએ કહે લું કે એના કરતાં તો વાઇસરૉયના મહે લ ઉપર કૂ ચ લઈ જઈએ એ સારું! પણ મને તો મીઠા સિવાય બીજુ ં સૂઝે એમ ન હતું, કારણ મારે તો કરોડોનો વિચાર કરીને નિર્ણય કરવાનો હતો. એ કલ્પના ઈશ્વરદત્ત હતી. પંડિત મોતીલાલજીએ થોડી દલીલો કરી, પણ આખરે કહે  : તમે સરદાર એટલે તમે જ ે કલ્પના કરો તે ખરી, એમાં મારાથી ફે રફાર ન સૂચવાય, અમારે વિશ્વાસ રાખવો રહ્યો. આ પછી જ્યારે જંબુસરમાં તેઓ મને મળવા આવ્યા ત્યારે તેમની આંખ ઊઘડી ગઈ. લોકોમાં જ ે જાગૃતિ તેમણે જોઈ તેથી તેમને આશ્ચર્ય થયું. અને એ કેવી જાગૃતિ! હજારો સ્ત્રીઓએ જ ે શાંત હિં મત બતાવી હતી તેનો જોટો ઇતિહાસમાં ક્યાં મળશે? અને આમ છતાં જ ે હજારોએ સત્યાગ્રહમાં ભાગ લીધો તેઓ કોઈ અસાધારણ માણસો ન હતા. તેઓમાં ઘણા તો વ્યસની હશે અને ભૂલો કરનારા હશે. પણ ઈશ્વર તો જ ે કાચાંપાકાં સાધનો મળે છે તેનો ઉપયોગ કરી લે છે અને પોતે અલિપ્ત રહે છે. કારણ એ જ એ ગુણાતીત છે.

1. જુ ઓ भगवद्‍गीता, ૧૪–૨૫.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

375


ખરી સેના આગળ ચલાવતાં તેમણે કહ્યું : અને ખરી સેના કઈ? રામાયણમાં વાનરસેના, ભાલુસેના વગેરે સેના તો કહી છે, પણ ખરી સેનાનું વર્ણન તો રામચંદ્રજીને મુખે કહે વડાવ્યું છે.1 પ્રસંગ એ છે કે લંકાકાંડમાં જ્યારે રાવણની સામે રામચંદ્રજી ઊતરે છે ત્યારે વિભીષણ રામચંદ્રજીને રથ ઉપર સવાર ન થયેલા અને પગે જતા જોઈને ભયભીત થાય છે અને પૂછ ે છે : નાથ! આપની પાસે નથી રથ, નથી કવચ, નથી પગરખાં. આપ આવા સુસજ્જ દુશ્મનને કેમ જીતશો? આનો ઉત્તર રામચંદ્રજી આમ આપે છે :

કૃ પાનિધાન કહે છે — સખા, સાંભળ : જ ે રથથી જય મળવાનો છે તે રથ તો જુ દો જ છે. એ રથનાં શૌર્ય અને ધૈર્ય એ પૈડાં છે; દૃઢ સત્ય અને શીલ એ ધજા-પતાકા છે; બળ, વિવેક, દમ અને પરહિત એ ઘોડા છે; ક્ષમા, કૃ પા, સમતા એ લગામે એ જોડાયેલા છે; ઈશભજન એ સેનાનીનો સુજાણ સારથિ છે, વૈરાગ્ય એ એની ઢાલ છે, સંતોષ એનું કૃ પાણ છે, દાન એની પરશુ છે, બુદ્ધિ એ પ્રચંડ શક્‌ત્યસ્ત્ર છે, અને સંપૂર્ણ વિજ્ઞાન એ કઠણ કોદંડ છે; એનું અમલ અચલ મન એ ભાથા સમાન છે; અને શમ, યમ ને નિયમ એ વિવિધ બાણો સમાન છે; વિપ્ર અને ગુરુની પૂજા એ એનું અભેદ્ય કવચ છે. આના કરતાં વિજયની સામગ્રી બીજી કઈ હોય? હે સખા, આવો ધર્મમય રથ જ ેનો છે તેને કયો શત્રુ જીતી શકે? જ ે વીરની પાસે આવો દૃઢ ધર્મરથ હોય છે તે બીજા શત્રુઓને તો જીતે જ,

પણ જ ે મહા અજય શત્રુ મનાયો છે એવા સંસારને પણ જીતી શકે છે. એટલે હે સખા, તું ધીરજ ધર.

આમ રામાયણનો ઉલ્લેખ કરીને ગાંધીજી બોલ્યા : ત્યારે જીતનારી સેના તો આ છે. હં ુ કાંઈ સંસારમાંથી વિરક્ત થયો નથી, થવા માગતો નથી. એવા કોઈ વિરક્તને મેં જાણ્યા નથી. હં ુ તો સેવાગ્રામમાં રહી જ ે કાંઈ કામ કરી શકું છુ ં તેટલું કરીને અને મારી સલાહ લેવા આવે તેને સલાહ આપીને સંતોષ માનું છુ .ં વાત એ છે કે આપણને શ્રદ્ધાની જરૂર છે. અને સત્યને પંથે ચાલવામાં ખોવાનું શું છે? બહુ બહુ થશે તો કચરાઈ જશું. પણ હાર્યા કરતાં કચરાઈ જવું બહે તર નહીં? પણ જો હિં સક તૈયારી કરવી હોય તો તો મારી બુદ્ધિ કુંઠિત થઈ જાય, એ હવાઈ જહાજો અને ટૅંકો વગેરે તૈયારીનો વિચાર કરતાં જ મને ચક્કર આવે. આની આગળ મારી અહિં સક તૈયારી તો એટલી જ સહજ છે કે વાત જ નહીં! અને તેમાં વળી ઈશ્વર જ ેવો સારથિ મળ્યો છે કે જ ે કદી આપણને અવળે માર્ગે લઈ જ ન જાય! પછી ડરવાનું કારણ શું?

એક બહે નના પ્રશ્નો એ જ બહે ને પૂછ્યું​ં : બાળકો સારી પેઠ ે ત્રાસ આપતાં હોય તો તેને છેક જ માર્યા વિના કેમ ચાલે? એકાદ લગાવીને ચૂપ કરીએ તો તુરત છાનાં રહી જાય. ન લગાવીએ તો સારી પેઠ ે રોયા કરે . ખડખડાટ હસતાં ગાંધીજીએ ઉત્તર આપ્યો :

આપણું પેલું સૂત્ર તો જાણો છો ના કે

1. મહાદેવ દેસાઈ જણાવે છે : “આ બધા દુહા-ચોપાઈ ગાંધીજીએ કહી ન સંભળાવ્યાં, પણ વાચકોને માટે તે હં ુ અહીં ઉતારીશ.” અહીં મૂળ દુહા-ચોપાઈ વગેરે છોડીને એનું ભાષાંતર આપ્યું છે.

376

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


लालयेत्पंचवर्षाणि दशवर्षाणि ताडयेत्।‌ प्राप्ते तु षोडशे वषें पुत्रं मित्रवदाचरेत्‌ ।।

यदि मामप्रतिकातीरमशस्त्रं शस्त्रपाणय:।। धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत्‌ ।।1

અહિં સક ક્રોધ કહીશું. પણ આ ડાહી માની વાત કરું છુ ,ં અજ્ઞાત માતાઓની વાત નથી કરતો. કેટલીક અજ્ઞાન માતાઓ માતા થવાને લાયક નથી હોતી.

અર્જુનનો સંશય મટાડી કહે છે કે “કાલ સુધી તો તેં શત્રુઓને શસ્ત્રોથી હણ્યા, તેમાં તને કાંઈ અડચણ ન આવી. આજ ે પણ એ શત્રુ કોઈ અજાણ્યા કે ત્રાહિત હોય તેની સામે તું યુદ્ધે ચડે એમ છે. પણ તારી પાસે તો પ્રશ્ન આજ ે એ છે કે સગાંવહાલાંને હણાય?” આમ એની પાસે હિં સા-અહિં સાનો પ્રશ્ન જ ન હતો.

પણ મારવાનું દૂર રાખો. ગુસ્સો તો આવે, તેનું કેમ થાય? [ગાં૰] ભલે તમારા એ ગુસ્સાને આપણે

આ પ્રશ્નાવલિ પૂરી થઈ એટલે થોડી ગંભીર તત્ત્વચર્ચા શરૂ થઈ. એ મંડળમાં વિદ્વાનો તો હતા જ. એટલે એક જણે પ્રશ્ન પૂછ્યો: ગીતાનો મુખ્ય ઉપદેશ કયો? — અનાસક્તિ કે અહિં સા? [ગાં૰] અનાસક્તિ જ છે. ગીતાના મારા

ગુજરાતી ભાષાંતરનું નામ अनासक्तियोग રાખ્યું છે એ જાણતા હશો. અનાસક્તિ અહિં સાથી આગળ જાય છે. જ ેને અનાસક્ત બનવું છે તેણે અહિં સા શીખવી અને આચરવી રહી. એટલે અહિં સા અનાસક્તિના પેટમાં આવી જાય છે, આગળ નથી જતી.

અને શ્રીકૃ ષ્ણે એનો નકારમાં જવાબ આપી હિં સા કરવાનુ કહ્યું.” [ગાં૰] એ તો પ્રજ્ઞાવાદ હતો. શ્રીકૃ ષ્ણ

પ્રકીર્ણ પ્રશ્નો

નાનકડા

ત્યારે ગીતા હિં સા-અહિં સા બંને શીખવે છે? [ગાં૰] ગીતામાં હં ુ એ ધ્વનિ નથી જોતો.

એ અહિં સા શીખવવાને માટે ન લખાઈ હોય એ સંભવે, પણ કોઈ કાવ્યની મલ્લિનાથી કરનાર તેમાંથી અનેક અર્થો કાઢે તેમ હં ુ એનો એ અર્થ કાઢું છુ ં કે એનો મુખ્ય ઉપદેશ અનાસક્તિ છે, છતા એ અહિં સા તો શીખવે છે જ. અહિં સા એ લૌકિક વસ્તુ છે; પરલોકમાં હિં સા-અહિં સાનો સવાલ નથી આવતો. “પણ”, બાળાસાહે બ ખેર બોલ્યા,” અર્જુને તો અહિં સા-હિં સાનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો ના?

આ પછી કેટલાક પરચૂરણ સવાલો પુછાયા : એક જ માણસના પ્રતિનિધિ તરીકે અને વ્યક્તિ તરીકે બે કર્તવ્યો હોય? [ગાં૰] હા. પણ તે એકબીજાથી વિરોધી

ન હોય. જનતાનો પ્રતિનિધિ નેતા હોય તેથી શું? નેતા કાંઈ જનતાની પાછળ જાય કે જનતા નેતાની પાછળ જાય? નેતા તો જનતાને પોતાની પાછળ લઈ જશે. વર્તમાન પત્રકાર ભલે બંને ધંધા કરે , પણ નેતાને એ ન પોસાય. પ્ર. પણ સરદારને વિશે તો છાપાંમાં એમ આવ્યું છે ના કે એમણે કહ્યું કે વ્યક્તિ તરીકે તો હં ુ મહાત્માજીની પાછળ જઈશ, પણ બાકી તો મારે પ્રાંતના પ્રતિનિધિ તરીકે કામ કરવું પડશે? [ગાં૰] હં ુ માનતો નથી. વળી સરદારે શું

કહ્યું તે નહીં પણ શુ કરે છે તે જોવાનું છે. શું સરદાર ગુજરાતના પ્રતિનિધિ તરીકે તલવાર લેશે, અને વ્યક્તિ તરીકે તે છોડી દેશે?

1. ભગવદ્‌ગીતા ૧-૪૬

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

377


[પ્ર.] આપે હુલ્લડ થાય તો કેવી રીતે વર્તવું એ કહ્યું છે. ૧૯૨૧માં પ્રિન્સ ઑફ વેલ્સ આવ્યા ત્યારે હુલ્લડ થયું ત્યારે આપ કેવી રીતે વર્ત્યા હતા? [ગાં૰] બે પ્રસંગો મને યાદ છે. એક તો

હમેશાં મારી વહારે આવ્યો છે, અને દરે ક પ્રસંગે જોઈએ તેટલી હિં મત એણે મને આપી છે. મારી હિં મતની આકરામાં આકરી કસોટીનો પ્રસંગ ૧૩મી જાનેવારી ૧૮૯૭ને દિવસે આવ્યો હતો. હિં દુસ્તાનથી આફ્રિકા અનેક ઉતારુઓને લઈને હં ુ પહોંચેલો. ગોરાઓ મને ઊતરવા દેવા ઇચ્છતા ન હતા. ત્યાંના પ્રધાન મિ. એસ્કમ્બે સલાહ આપેલી કે બીજા બધા ઊતરી જાય અને અંધારું થાય ત્યાર પછી મારે ઊતરવું. પણ હં ુ ઊતર્યો, અને મારા ચૂરેચૂરા કરવાને તલસી રહે લાં ટોળાંઓમાં થઈને હં ુ ચાલ્યો. હજારો મારી આસપાસ ફરી વળ્યા, અને મારી ઉપર તૂટી પડ્યા. મારા પર પથરા, ઈંડાં વગેરે પડ્યાં, પછી લાતો પડી. હં ુ બેભાન થયો, પણ ત્યાંથી ભાગ્યો નથી. એ હિં મત કયાંથી આવી એ હં ુ નથી જાણતો. પણ એ હિં મત આવી એ જાણું છુ .ં ઈશ્વર પરમ કૃ પાળુ છે, સમર્થ છે.

રૉલેટ કાયદા વખતનાં તોફાન. મને મરીનલાઇન્સ સ્ટેશન આગળ છોડવામાં આવ્યો. ત્યાં મને ખબર પડી કે પાયધુની આગળ તોફાન ચાલી રહ્યું છે. હં ુ એક ગાડીમાં બેસી સીધો ત્યાં પહોંચ્યો, અને લોકોને શાંત કરી શક્યો હતો. બીજો પ્રસંગ પ્રિન્સ ઑફ વેલ્સ આવ્યા ત્યારનો છે. લોકો મોટર ટ્રામગાડીને આગ લગાડતા હતા ત્યારે હં ુ ત્યાં પહોંચ્યો હતો અને તેમને મેં શાંત કર્યા હતા. પણ તે પછી ભાયખલા અને બીજા ભાગોમાં તોફાન થયેલાં. મહાસભાવાદીઓની સામે ક્રોધ હતો. હં ુ પોતે ત્યાં ન ગયેલો પણ મહાસભાના નેતાઓને મેં ત્યાં મોકલેલા. ત્યાં મારે જવું તો સહે લું હતું, પણ મારા જવાથી લોકો ઉશ્કેરાય, અને કોઈ મને ઈજા કરે તો તોફાન શમવાને બદલે ઊલટાં વધે અને આગમાં ઘી હોમાય. પણ એનો અર્થ એ નથી કે હં ુ બહાદુર છુ .ં હં ુ સ્વભાવે તો ડરપોક છુ ં પણ ઈશ્વર

[મૂળ ગુજરાતી]

हरिजनबंधु,

૨૪-૮-૧૯૪૦ તથા ૩૧-૮-૧૯૪૦ 

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા નવેમ્બર – ડિસેમ્બર, ૨૦૨૦ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી શ્રી શ્રી શ્રી

378

હરિશભાઈ લ. કોષ્ટી, હિસાબ વિભાગ, • જ. તા. ૧૮– ૧૧ – ૧૯૬૨ નરે શભાઈ કાં રાણા, પ્રકાશન વિભાગ, • ૦૭– ૧૨ – ’૬૧ અશોકભાઈ દ. ભાવસાર, બાઇન્ડિંગ વિભાગ, • ૨૧– ૧૨ – ’૫૮ પ્રવીણભાઈ અ. પરમાર, પ્રકાશન વિભાગ, • ૩૧– ૧૨ – ’૫૯

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ફ્રાન્સિસ જી. હિકમનને મુલાકાત હિકમન : જગતને હિટલરશાહીથી સુરક્ષિત બનાવવામાં હિં દનો ફાળો શો?

ગાંધીજી : મહાસભા જો તેના અહિં સક પ્રયત્નમાં સફળ નીવડે તો હિટલરશાહી ને બીજી બધી શાહીઓ આપોઆપ નાબૂદ થશે.

[પ્ર.] આપને એમ નથી લાગતું કે અમેરિકાને હિં દને લગતી સાચી હકીકતોથી વાકેફ કરવાને અને એ રીતે માલ ને વિચારોની આપલે વધારવાને હિં દે કંઈક કરવું જોઈએ? એ વિશે શું કરવું જોઈએ એમ આપ માનો છો? [ગાં૰] પહે લી માલની વાત લઈએ. હિં દની

સ્થિતિ ને હિં દની ઇચ્છાનો વિચાર કર્યા વિના તેના પર પોતાનો માલ ઝીંકવામાં અમેરિકાએ પણ ભાગ લીધેલો છે. વિચારોને વિશે તો મારો દુ:ખદ અનુભવ એવો છે કે અમેરિકામાં હિં દવિરોધી પ્રચારકાર્ય એટલું ધમધોકાર ચાલી રહે લું છે કે બીજુ ં કશું એની સામે ટકી શકતું નથી. એટલે સુધી કે રવીન્દ્રનાથ ટાગોર જ ેવા મહાપુરુષની મુલાકાતની પણ અમેરિકનોનાં મન પર નહીં જ ેવી જ છાપ પડવા પામી. [પ્ર.] પણ હિં દ પોતાને અમેરિકામાં વધારે જાણીતું કરવા કેમ પ્રયત્ન નથી કરતું? [ગાં૰] અમુક વખતે હિં દી લોકમત શું ધારે

છે એ જો અમેરિકાને ખરે ખર જાણવું હોય તો પુષ્‍કળ સાહિત્ય પડેલું છે. તેમાં દિવસે દિવસે ઉમેરો થતો જાય છે તે એ વાંચી શકે છે. હિં દની વતી પ્રચારકાર્ય કરનારી એક હિં દી સંસ્થા અમેરિકામાં હોવી જોઈએ એમ તમારા કહે વાનો આશય હોય તો એમાં પણ અમારો કડવો અનુભવ એ છે કે ઘણી જ

કુ શળતા ને ખંતથી ને લખલૂટ ખરચ કરીને ચલાવાતો સામ્રાજ્યવાદી પ્રચાર એવો છે કે એને અમે કદી પહોંચી શકીએ નહીં. અને આવી કોઈ સંસ્થાનું કામ આજ લગી તો એળે જ ગયું છે. [પ્ર.] તૈયાર માલ નિકાસ કરવા ઉપરાંત હિં દ પાસે અમેરિકાને આપવા જ ેવું શું છે, ને તે બદલામાં અમેરિકા પાસેથી શાની અપેક્ષા રાખે છે? [ગાં૰] તમારો સવાલ સુધારી આપું. હિં દ

અમેરિકામાં તૈયાર માલ નથી મોકલતું, માત્ર કાચો માલ મોકલે છે, અને એ દરે ક રાષ્ટ્રવાદીને ગંભીરપણે વિચારવા જ ેવો વિષય છે. કેમ કે અમારો દેશ કાચો માલ નિકાસ કરનાર રહે એ અમે સાંખી ન શકીએ; કારણ એનો અર્થ એ થાય (જ ેમ થયેલો છે) કે હાથઉદ્યોગ અને ખુદ કળા બંનેનો લોપ થઈ જાય. હં ુ અમેરિકા પાસેથી આ અપેક્ષા રાખુ છુ ં — હિં દ એ અમેરિકાને ચૂસવા માટેનો એક દેશ છે એમ માનીને હિં દની જોડે તે ન વર્તે, પણ એમ ગણીને વર્તે કે હિં દ એ એક નિ:શસ્ત્ર છતાં સ્વતંત્ર દેશ છે, અને તેથી અમેરિકા હિં દુસ્તાન પાસેથી જ ેવા વર્તનની આશા રાખે તેવું વર્તન તેણે હિં દુસ્તાન જોડે રાખવું જોઈએ. [પ્ર.] આપ તો મહાત્માજી, ઈશુનો સંદેશો ફરી ઉચ્ચારો છો. [ગાં૰] સાચી વાત છે. અમારી પાસે

યંત્રકળાની આવડની ખામી છે ખરી, પણ તમે ઈશુનો ઉપદેશ સ્વીકારો ને તે પ્રમાણે ચાલવાનું કબૂલ કરો તો મારે એવી ફરિયાદ

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

379


કરવાપણું ન રહે કે બધી કુ શળતાનો ઇજારો અમેરિકાએ જ રાખી લીધો છે. પછી તો તમે કહે શો કે ‘આ દેશની પાસે યંત્રકળાની આવડત નથી, તો આપણે એને આપણી કુ શળતાની મદદ આપીએ — શોષણને માટે નહીં, અઢળક કિંમત લઈને નહીં, પણ તેના લાભ માટે, — ને તેથી મફત આપીએ.’ અહીં તમારા મિશનરીઓ વિશે બે શબ્દ કહી લઉં. તમે તેમને અહીં મફત તો મોકલો છો, પણ એ પણ સામ્રાજ્યશાહી શોષણનો એક અંશ છે. કેમ કે તેઓ તો અમને તમારા જ ેવા — તમારા માલના વધારે સારા ઘરાક, અને તમારી મોટરોને મોજશોખની ચીજો વિના ન ચલાવી શકીએ એવા — બનાવવા માગે છે. એટલે તમે જ ે ખ્રિસ્તીધર્મ અમારે ત્યાં મોકલો છો તે ભેળવાળો છે. તમે ખ્રિસ્તી કહે વાતી વસ્તીની સંખ્યામાં ઉમેરો કરવાનો ઉદ્દેશ રાખ્યા વિના તમારી શાળાકૉલેજો ને ઇસ્પિતાલો કાઢતા હોત તો તમારો પરોપકાર શુદ્ધ દૂષણરહિત ગણાત. યંત્રકળાની આવડની બાબતમાં ટાટા કંપની જ ે કરે છે તે કરવું મને ન પરવડે. તેમને રૂપિયા ૨૦ હજારનો દરમાયો આપીને અમેરિકન નિષ્ણાત મૅનેજર બોલાવવાનું પરવડે છે. તેઓ સાહસવૃત્તિના પ્રતિનિધિ છે, પણ ગરીબ હિં દના પ્રતિનિધિ નથી. હિં દમાં સાત લાખ ગામડાં છે, તેમાં તેની વસ્તીના ૯૦ ટકા વસે છે. અમેરિકાએ તેમનો વિચાર કરવાનો છે. અમેરિકા જો ખરે ખરું મદદગાર થવા માગતું હોય તો તેણે પોતાની શક્તિ ને કુ શળતાનો ઉપયોગ આ દિશામાં કરવો જોઈએ. અને એમ કરવું હોય તો અમેરિકા આજ ે મુખ્ય નિકાસ કરનાર દેશ છે તેવા મટી જવું જોઈએ. રાષ્ટ્રીય 380

સંયોજન વિશે જ ે વિચારો પ્રચલિત છે તેના કરતાં મારા વિચારો જુ દા છે. એનું મંડાણ મોટા યાંત્રિક ઉદ્યોગોના પાયા પર થાય એમ હં ુ ઇચ્છતો નથી. અમારાં ગામડાંને યંત્રવાદનો ચેપ લાગતો હં ુ અટકાવવા માગું છુ .ં અમેરિકાએ કરે લા શોષણે નથી તો શોષિત દેશોનો નૈતિક દરજ્જો વધાર્યો, નથી શોષક દેશનો, ઊલટુ ં તેણે તેમની આધ્યાત્મિક પ્રગતિ તરફની કૂ ચમાં અંતરાય નાખ્યો છે, અને અમેરિકાની સાચી પરોપકારની ભાવનાને જડ કરી નાખી છે. અમેરિકામાં જ ેવો બનાવ બનેલો એવો હિં દુસ્તાનમાં ન બની શકે. હં ુ ટનના ટન ખાંડ અને બીજા ખેતીના પાકના વિનાશની વાત કરું છુ .ં તમે એ ખાંડ અને ઘઉં બીજા દેશોને આપી શક્યા હોત, અથવા તો અમેરિકાનાં જ બેકારોને ખવડાવી શક્યા હોત. [પ્ર.] પણ તમે અમારાં ડુક્કર તો ન લઈ શક્યા હોત! [ગાં૰] સાચુ.ં પણ અમારે ત્યાં બધા મારા

જ ેવા વિચારના નથી. પંડિત નેહરુને વિશાળ યાંત્રિક ઉદ્યોગો જોઈએ છે, કેમ કે તે માને છે કે એ ઉદ્યોગો પર જો રાજ્યની માલિકી સ્થાપવામાં આવે તો તે મૂડીવાદનાં અનિષ્ટોથી મુક્ત રહે વા પામે. મારો પોતાનો મત એવો છે કે એ અનિષ્ટો વિશાળ યંત્રઉદ્યોગો જોડે સ્વભાવત : જડાયેલાં છે, ને રાજ્યની માલિકી કરો તોયે તે નાબૂદ થઈ શકે એમ નથી. [પ્ર.] જર્મનીએ બેલ્જિયમ અને બીજા દેશોના શા હાલ કર્યા છે તે આપણે જોયું છે. આપ અહિં સાની જ વાત કરશો? અને છતાં આપ મહાસભા પાસે લડત શરૂ કરાવવા માગો છો, કેમ કે તેની હસ્તી જોખમમાં આવી પડેલી છે. ઇંગ્લંડ પણ એવા જોખમમાં છે ને તેથી લડે છે.

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


[ગાં૰] બેની વચ્ચેનો સ્પષ્ટ ભેદ તમે નથી

ગણાત. પણ સરકારને મૂંઝવણમાં ન મૂકવી એમ અમે વરસ થયાં બહુ જ ભાર દઈ ને કહે તા આવ્યા છીએ. એનો ઉપયોગ આજ ે અમારી સામે દલીલ કરવા માટે ન કરાય. પણ અમે બ્રિટનનાં શસ્ત્ર નહીં વાપરીએ, ને એ રીતે બ્રિટનને તેની મરજી વિરુદ્ધ મદદ કરીશું. જર્મની જોડે લડાઈ ચાલે છે તે વખતે રાજ્યકારભારની લગામ અમારા હાથમાં સોંપી દેવાની વાઇસરૉયની નામરજી હં ુ સમજી શકું છુ .ં પણ રાષ્ટ્રની અહિં સાની ભાવનાને કચડી નાખવાની સરકારની ઇચ્છા હં ુ સમજી શકતો નથી.

જોતા? હિટલરને હરાવતાં ઇંગ્લંડને સવાયા હિટલર થવું પડશે. અમે તો અમને કચડવા માગનારે વાપરે લું એક પણ શસ્ત્ર વાપરવા માગતા નથી. હં ુ તો ચડાઈ લઈ આવનારને કહં ુ : 'તમે મારાં દેવળોનો, મારાં ઘરબારનો, મારા સર્વસ્વનો નાશ ભલે કરો, પણ મારા આત્માનો નાશ નહીં કરી શકો. હં ુ તમારાં દેવળનો, ઘરબારનો નાશ કરવા તમારા દેશ પર ચડાઈ નહીં કરું. હં ુ તમારા હથિયારથી મારા દેશનો બચાવ નહીં કરું. હં ુ તો માત્ર તમારી જોડે સહકાર કરવાની ના પાડીશ, તમારી આણ સ્વીકારવાની ના પાડીશ. સો રોગને હણનારો એક ‘નન્નો’ તમને સંભળાવીશ.' ચડાઈ લઈ આવનાર હિં દુસ્તાનની ભૂમિનો કબજો ભલે લે, પણ જો મારું ચાલે તો તે એક પણ હિં દીને પોતાની નોકરીમાં વેઠ ે નહીં પકડી શકે. બીજો પણ ભેદ તમારે જોવો જોઈએ. અમે જો સરકારની જોડે સરકારના હથિયારથી લડતા હોઈએ તો શત્રુને ચેતવ્યા વિના હુમલો કરવાની ને તેની મુસીબતને અમારી તક બનાવવાની અમારે માટે આ સુંદર સંધિ

[પ્ર.] પણ આપ ફરી પાછા પૃથ્વી પર વિચરતા ઈશુ ખ્રિસ્તની પેઠ ે બોલો છો, ને એ ભાષા એ લોકો સમજી શકતા નથી, [ગાં૰] મારે જીવનું જોખમ વહોરીને પણ

મારી વાતને વળગી રહે વું રહ્યું. મારા મત પ્રમાણે અહિં સા એ કેવળ વ્યક્તિગત સદ્ગુણ નથી; પણ વ્યક્તિ તથા સમાજ બંનેને માટે આધ્યાત્મિક અને રાજકીય આચરણનો એક માર્ગ છે. [મૂળ અંગ્રેજી] हरिजनबंधु, ૫-૧૦-૧૯૪૦ 

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

381


અપૂર્વ આશર

‘આવતી વખતે’

ફે સબુક પર અધધ ફ્રૅન્ડ્સ અને વૉટ્સઅપ ખરાં જ, પણ જયંતભાઈ અવારનવાર સુંદર પર ઇન્સ્ટન્ટ મૅસેજના જમાનામાં પત્રમૈત્રી જ ેવા વિચારથી કેટલા પરિચિત હશે? પણ હા, આ ‘મૈત્રી’ અને ‘પત્રો’ મારી કે મારા પછીની પેઢીઓની જાગીર નથી, મારા કાકાબાપાઓએ પણ આ ખેલ ખેલ્યા હતા. જયંતભાઈ અને મારા પરિવારના સંબંધ ૬૫-૬૬ વર્ષ પહે લાં પત્રમૈત્રી દ્વારા બંધાયા! એ અરસામાં સામયિકોમાં પત્ર­મૈત્રીનો વિભાગ આવતો. એમાં પોતાનાં રસરુચિ, સરનામાં જ ેવી વિગતો આપી સાવ અજાણ્યા મિત્રો ગોતવામાં આવતા. ૧૯૫૫-૫૬ની આસપાસ મારા પપ્પા—શિવજી આશરે આવી કોઈ યાદીમાં જયંત મેઘાણીની એન્ટ્રી જોઈ પત્ર લખ્યો. જયંતભાઈ એનો જવાબ આપે એ પહે લાં એ પત્ર મોટા ભાઈ વિનોદ મેઘાણીએ ‘પડાવી લીધો’—એમ કહીને કે, ‘તું હજી નાનો છે, આને પત્ર હં ુ લખીશ.’ આમ વિનોદ મેઘાણી અને શિવજી આશર ‘મિત્રો’ થયા અને પછી તો જ્યારે પત્ર પરથી રૂબરૂ મુલાકાતો થઈ ત્યારે ‘નાના’ જયંત સાથે પણ દોસ્તી થઈ. આ નાટકનાં ત્રણેય પાત્રો— જયંતભાઈ, વિનોદભાઈ અને પપ્પાને મોઢે અનેક વાર આ વાત સાંભળી છે. હં ુ નાનો હોઉં ત્યારે જયંતભાઈ સાથે કોઈ મુલાકાતો થઈ હોય એવું સ્મરણ નથી, પણ અમારી નવી દોસ્તી થઈ ટાઇપસેટર અને પ્રકાશકના વ્યાવસાયિક સંબંધોથી લગભગ ૧૯૯3-૯4માં. મારા બૅકઅપમાં ‘પ્રસાર’ના ફોલ્ડરમાં ૫૦થી વધારે પ્રોજ ેક્ટ્સ તો હશે જ. મેઘાણી સાહિત્યનાં પુસ્તકો તો 382

બુકમાર્ક્સ, કલાત્મક પોસ્ટકાર્ડ્સ કે કાવ્યોનાં પ્રસંગોચિત ફોલ્ડર્સ બનાવડાવે, સુદં ર સૂચિપત્રો તૈયાર કરાવે અને એ બધાં કામ અમે બંને સાથે બેસીને ગપાટા મારતા મારતા કરીએ. ફિલ્મમાં આવ્યા પછી ‘મન મોર બની થનગાટ કરે ’ ખૂબ લોકપ્રિય થયું. પણ મને યાદ છે કે એક વખત ફક્ત વર્ષાઋતુ​ુને ‘વધાવવા’ માટે જયંતભાઈએ રૂપાળી પત્રિકા રૂપે એ કાવ્ય છપાવીને વહેં ચ્યું હતું. લોકભરતના નમૂના; કનુ દેસાઈ, ખોડીદાસ પરમાર, પ્રદ્યુમ્ન તન્ના વગેરેનાં ચિત્રો; જાણીતા કલાકારોના આર્ટ-પ્રિન્ટ્સ; મેઘાણી સાહિત્યની મૂળ આવૃત્તિઓમાં સમાવેલાં રે ખાંકનો તો ક્યારે ક સૂપડાં-ટોપલાં જ ેવી સામગ્રી ભેગી કરી એ મારી પાસે પુસ્તકો સજાવડાવતા. ૧૯૯૬માં મેઘાણી જન્મ-શતાબ્દી નિમિત્તે સમગ્ર મેઘાણી સાહિત્ય પ્રકાશિત કરવાનું બીડુ ં મેઘાણી પરિવાર વતી એમણે ઉઠાવ્યું. એ શ્રેણીનો પહે લો ગ્રંથ સોનાનાવડી અમે ૧૯૯૭માં પ્રગટ કર્યો. સંકલિત પુસ્તકમાં કઈ હદે સર્જનાત્મકતા અને ચીવટ હોવી જોઈએ એ જોવા માટે આ પુસ્તકનો ધ્યાનથી અભ્યાસ કરવો જોઈએ. પાને પાને મેઘાણીજીની સાથે આ મેઘાણીપુત્રની હાજરી દેખાયા કરશે. અત્યારે જ્યારે કાવ્યસંગ્રહોમાં પ્રથમપંક્તિસૂચિ સુધ્ધાં જોવા નથી મળતી ત્યારે આ ગ્રંથમાં સંદર્ભસામગ્રી રૂપે સાત સૂચિઓ છે! હજી ગયે વરસે એમણે સોનાનાવડી ની સુધારે લી નકલ મને મોકલી જ ેથી એ સુધારા મારી ડિજિટલ ફાઇલમાં થઈ શકે.

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


‘દસેક હજાર પાનાંની આ સામગ્રી વીસપચીસ ગ્રંથોમાં ગોઠવીને આવતાં દોઢ-બે વરસમાં બહાર પાડવાની ધારણા છે.’—આવું એમણે સોનાનાવડીના નિવેદનમાં છેક ૧૯૯૭માં લખ્યું હતું. હજી હમણાં દસેક દિવસ પહે લાં છેલ્લી વાર વાત થઈ ત્યારે કહે તાં કે હવે નવજીવનનું કામ ઓછુ ં કરવું છે જ ેથી ‘સમગ્ર’ના બાકીના ગ્રંથોનું અધૂરું કામ આગળ ધપાવી શકાય. મારો અભ્યાસ તો સૉફ્ટવેર ક્ષેત્રનો છે. પુસ્તકપ્રકાશન, સંપાદન, સજાવટ જ ેવા વિષયો ઔપચારિક રીતે શીખ્યો નથી. પણ ત્રીસેક વર્ષમાં આવા અનેક શિક્ષકોએ (એમાં ત્રણ તો ભાઈઓ: મહે ન્દ્રભાઈ, વિનોદભાઈ અને જયંતભાઈએ) મને અનેક યુનિવર્સિટીઓ કરી શકે એ કરતાં વધારે સમૃદ્ધ કર્યો છે. મેં ક્યારે ક જ લખ્યું છે, પણ દરે ક વખતે મારા પહે લા વાચક અને ટીકાકાર જયંતભાઈ રહ્યા છે. અત્યારે પણ એમ થાય છે કે આ લખાણ સહે જ કાચું હશે તો જયંતભાઈ સુધારીને મોકલશે. મેં થોડાં વરસ પહે લાં મરીઝસાહે બની સમગ્ર શાયરીનું પુનરાગમન નામે સંકલન કર્યું. તેની શરૂઆતની નકલમાં મુખપૃષ્ઠ પર સંપાદક તરીકે મારું નામ નહોતું છાપ્યું. એવી થોડી ડિજિટલ નકલો પણ છપાઈ ગઈ. સ્વાભાવિક જ જયંતભાઈના અવલોકન વિના આગળ ન વધે એ ન્યાયે એમણે એ જોયું ને મને રીતસરનો ધમકાવ્યો અને મારું નામ ઉમેરાવ્યું. અરે જયંતભાઈ, સોનાનાવડી ના મુખપૃષ્ઠ પર તમારું નામ ક્યાં? ચેલો ગુરુ પાસેથી આટલુંયે ન શીખે? હં ુ નવજીવન સાથે સંકળાયો એના થોડા જ વખતમાં એમને અમારી પ્રવૃત્તિઓ સાથે

જોડાવા આગ્રહ કર્યો અને વિવેક દેસાઈએ પણ એમને સહર્ષ આવકાર્યા. કેટલાંક વર્ષોથી એમની સૌમ્ય, થોડે અંશે પ્રચ્છન્ન એવી કાર્યપદ્ધતિથી અમને સમૃદ્ધ કરતા રહ્યા. મળીએ ત્યારે મૂળ ઍજ ેન્ડાથી હટીને ઇતર વાતોમાં સમય નીકળી જાય અને કલાકોનું કામ કરવામાં અમે દિવસો પણ કાઢીએ. સાથે જમીએ, એ કંઈ ને કંઈ સાથે લાવ્યા જ હોય તે આગ્રહ કરીને ખવડાવે. નવજીવનના ટેબલ પર સાથે બેસીને માણેલાં એ ટિફિન મને ને સોહમને હં મેશાં યાદ રહે શે. 2019ની શરૂઆતમાં કલકત્તા બુક-ફૅ ર અને શાંતિનિકેતન જોવા અમે સાથે ગયા હતા. ફ્રૅન્કફર્ટ ખાતે દુનિયાનો સૌથી મોટો પુસ્તકમેળો ભરાય છે એમાં નવજીવનનો સ્ટૉલ રાખવાનો હતો. તો મેં એમને આમંત્રણ આપ્યું કે સોહમ અને હં ુ તમારું બરોબર ધ્યાન રાખીશું, સાથે ચાલો, તો માર્મિક હસીને કહે , ‘હવે આવતી વખતે’. પછી હસીને જુ એ કે ‘આવતી વખતે’નો અર્થ હં ુ બરોબર સમજ્યો કે નહીં... એ ટ્રિપમાં બે-ત્રણ આમંત્રણ એમણે ‘આવતી વખતે’ પર ઠેલ્યાં હતાં. નવજીવન પાસે પોતાની સમૃદ્ધ અને વ્યવસ્થિત લાઇબ્રેરી હોવી જોઈએ એવો એમનો આગ્રહ. નવજીવનનાં અપ્રાપ્ય/પ્રાપ્ય પ્રકાશનો તો એમાં હોય જ પણ મુદ્રણ, પ્રકાશન, ગાંધીવિચાર અને અન્ય સંદર્ભગ્રંથો પણ હોય. એ માટે અવારનવાર ઇમેલથી પુસ્તકો સૂચવે અને અમે વસાવીએ. ગ્રંથપાલ શોધવાની વાત કરી તો કહે , ‘એ માટે દુનિયામાં સૌથી યોગ્ય એક જ વ્યક્તિ છે અને એનું નામ—જયંત મેઘાણી.’ હવે એ વાત પણ ‘આવતી વખતે’ પર રહી. •

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

383


ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં

ચંદુલાલ ભગુભાઈ દલાલ

“મારી જિંદગીની અંદર મેં અનેક કાર્યો કર્યાં છે. તેમાંનાં ઘણાં કાર્યોને માટે મારા મનમાં હં ુ મગરૂરી પણ માનું છુ ,ં કેટલાકને સારુ પશ્ચાત્તાપ પણ થાય છે. એમાંનાં ઘણાં મોટી જવાબદારીવાળાં હતાં. પણ અત્યારે જરાય અતિશયોક્તિ વિના હં ુ કહે વાને ઇચ્છું છુ ં કે મેં એવું એક પણ કાર્ય નથી કર્યું કે જ ેની સાથે આજ ે કરવાના કાર્યનો મુકાબલો થાય. આ કાર્યમાં મને ભારે જોખમ લાગે છે, તે એ કારણથી નહીં કે એમાં પ્રજાને નુકસાન રહે લું છે, પણ મને દુઃખ થયા કરે છે અથવા હં ુ મારા મનમાં મુકાબલો કરી રહ્યો છુ ં તે એક જ વસ્તુ છે, કે હં ુ જ ે કાર્ય કરવા બેઠો છુ ં તેને માટે હં ુ લાયકાત ધરાવતો નથી. આમ હં ુ વિવેકદૃષ્ટિએ નથી કહી રહ્યો, પણ મારો આત્મા જ ે કહે છે તે હં ુ તમારી સામે આલેખી રહ્યો છુ .ં મને જો ખબર હોત કે અત્યારે જ ે કાર્ય કરવાનું છે તે કેળવણીનો જ ે ખરો અર્થ છે તેને અવલંબીને કરવાનું છે તો મારે આ પ્રસ્તાવના મૂકવી ન પડત. આ મહાવિદ્યાલયની પ્રતિષ્ઠા કરવાનો હે તુ કેવળ વિદ્યાદાન આપવાનો નથી, પણ આજીવિકાની પ્રાપ્તિને સારુ કરી આપવાનો છે, અને તે સારુ આ વિદ્યાલયની સરખામણી ગુજરાત કૉલેજ આદિની સાથે કરું છુ ં ત્યારે મને ઘૂમરી આવે છે.” ૧૫ નવેમ્બર ૧૯૨૦ના રોજ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીજીએ આપેલા આ વક્તવ્યમાં અનુભૂતિ કરી શકાય છે કે તેમણે આ કાર્યને કેટલું અગત્યનું ગણ્યું છે. અસહકાર આંદોલન દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો ઉદ્દેશ ગાંધીજીએ આગળ વક્તવ્યમાં વધુ સ્પષ્ટ કરી આપ્યો છે. હં મેશની જ ેમ આ ગાળા દરમિયાન પણ એક પછી એક ઘટનાક્રમમાં ગાંધીજીની વ્યસ્તતા જોઈ શકાય છે, જ ેમાં મુખ્યત્વે અસહકાર અને ખિલાફત આંદોલન છે. ખિલાફતનો ઉદ્દેશ તુર્ક સ્તાનના સુલતાનને અગાઉની જ ેમ દરજ્જો પાછો અપાવવાનો હતો. ઇસ્લામની સર્વોપરીતા સાથે જોડાયેલો આ પ્રશ્ન હતો. ૧૯૧૯માં પંજાબમાં જ ે અત્યાચારો થયા હતા, તે અંગે અંગ્રેજ સરકારે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લીધાં નહોતાં. તેના વિરોધમાં અસહકાર આરં ભાયો હતો. અસહકારની આ લડતમાં દેશભરમાં કાર્યક્રમો થયા હતા, જ ેમાં સરકાર સામે અસહકાર કેવી રીતે કરવો તે મુદ્દો ગાંધીજીનાં લખાણમાં - વક્તવ્યોમાં જોવા મળે છે. ઑક્ટોબર-નવેમ્બર માસમાં મુખ્યત્વે અસહકારના કાર્યક્રમો રહ્યા છે. આ દરમિયાન જ ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયા'માં ‘કાયદાની અદાલતો વિશેની ભ્રમણા'ના મથાળાથી એક લેખ લખ્યો છે, જ ેમાં તેઓ લખે છે : “તે (અદાલતો) ન્યાય તોળનારી મનાય છે અને તેથી તેને રાષ્ટ્રની સ્વતંત્રતાની રખવાળ કહે વામાં આવે છે. પરં તુ જ્યારે તે અન્યાયી સરકારની સત્તાને ટેકો આપે છે ત્યારે તે સ્વતંત્રતાની રખવાળ મટી જાય છે અને રાષ્ટ્રનો જુ સ્સો કચડી નાખનારું કારખાનું બની જાય છે.”

૧૯૨૦ ઑક્ટોબર ૧ મુંબઈ.  મજૂ રોની જાહે ર સભા. ૨ મુંબઈ : ઑ. ઈ. કૉં. ક.ની બેઠકમાં હાજર. ૪ મુંબઈ : વિલાયતથી પાછા ફરે લા, ખિલાફત ટિળક સ્વરાજ ફાળો ઉઘરાવવાનું નક્કી પંચના સભ્યો ઝીણા વગેરેને આવકાર કર્યું. આપતી સભામાં પ્રમુખપદે.  સ્વરાજ ૩ મુંબઈ : ઑલ ઇન્ડિયા હોમરૂલ લીગની સભાની બેઠકમાં પ્રમુખસ્થાને. સભામાં પ્રમુખપદે, સ્થળ મોરારજી ૫ મુંબઈ. ગોકળદાસ હૉલ. સંસ્થાનું નામ બદલી ૬ મુંબઈ.  સુરત : સત્કાર અને સરઘસ.  ‘સ્વરાજ સભા’ રાખવાનું ઠરાવવામાં આવ્યું.

384

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


રાષ્ટ્રીય શાળા ખુલ્લી મૂકી.  શાળાઓ છોડવા વિશે પ્રવચન, સમય બપોરના ત્રણ, પાટીદાર આશ્રમ.  રાંદેર : સરઘસ અને સભા. ૭ દિલ્હી. ૮ દિલ્હી.  રોહતક. ૯–૧૦ મુરાદાબાદ : સંયુક્ત પ્રાંતની રાજકીય પરિષદમાં હાજર. ૧૧ મુરાદાબાદ : પરિષદ ચાલુ, પ્રવચન.  ચંદૌસી : જાહે ર સભા  અલીગઢ. ૧૨ અલીગઢ : કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ અસહકાર વિશે ભાષણ. ૧૩ અલીગઢ :  હાથરસ.  એટા.  કાસગંજ. ૧૪ કાનપુર : સરકાર પાસેથી મદદ ન લેતી એક શાળા ખુલ્લી મૂકી.  સ્ત્રીઓની તથા જાહે ર સભા. ૧૫ લખનૌ : જાહે ર સભા, સ્થળ રિફાહ-ઈ-આમ. ૧૬ શાહજહાનપુર.  બરે લી. ૧૭ બરે લી : ગુજરાતીઓ તરફથી સન્માન, મુખ્ય વક્તા મૂળશંકર સુંદરજી દવે.  મ્યુનિસિપાલિટી તરફથી માનપત્ર. ૧૮1 અમૃતસર : ખાલસા કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ, સમય બપોર.  જાહે ર સભા, સમય રાત. ૧૯ અમૃતસર  લાહોર : ઉતારો પંડિત

રામભજ દત્ત ચૌધરીને ત્યાં.  જાહે ર સભા. સમય રાત. ૨૦ લાહોર : શીખોની સભા, સ્થળ બ્રૅડલૉ હૉલ.  વિદ્યાર્થીઓ સાથે ચર્ચા. ૨૧ લાહોર : ચર્ચા ચાલુ.  ભટીંડા. ૨૨ ભીવાણી : સરઘસ અને જાહે ર સભા. સ્વાગતાધ્યક્ષ કૃ ષ્ણલાલ અંબાલાલ દેસાઈ, પ્રમુખ લાલા મુરારિલાલ.  ખેડૂતોની સભા. ૨૩ રસ્તામાં. ૨૪ મુંબઈ : અસહકાર અંગે અલીગઢ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓને પત્ર લખ્યો. ૨૫ મુંબઈ. ૨૬ મુંબઈ : વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન; સ્થળ મારવાડી વિદ્યાલય. ૨૭ આણંદ, ડાકોર : સ્ત્રીઓની સભા  જાહે ર સભા, સમય રાત. ૨૮ ડાકોર, અમદાવાદ. ૨૯–૩૦ અમદાવાદ. ૩૧ અમદાવાદ : વિદ્યાપીઠ નિયામક સભામાં પ્રમુખપદે. આ વખતે ઠરાવ્યું કે વિદ્યાપીઠમાન્ય કોઈ પણ શાળા કોઈ અંત્યજનો એ કેવળ અંત્યજ હોવાને કારણે બહિષ્કાર ન કરી શકે.  સ્ત્રીઓની સભા, સ્થળ કડિયાની વાડી.

૧૯૨૦ નવેમ્બર ૧ અમદાવાદ, મહે મદાવાદ : જાહે ર સભા.  ૪ નાશિક : સરઘસ.  જાહે ર સભા, સમય સવારના અગિયાર, પ્રમુખ કરવીર પીઠવાળા નડિયાદ : ઉતારો સંતરામના મંદિરમાં.  શ્રીમદ્ શંકરાચાર્ય (ડૉ. કુ ર્તકોટિ). મ્યુનિસિપલ સભ્યો સાથે ચર્ચા.  સભાઓ — ૫ પૂ ના : લોકમાન્ય ટિળકના નિવાસસ્થાનની મુસલમાનોની સ્ત્રીઓની અને જાહે ર. મુલાકાત.  ડૅક્કન જિમખાનામાં સભા. ૨ ભરૂચ : વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન.   જાહે ર સભા, સમય સાંજ, સ્થળ ભવાની અંકલેશ્વર : જાહે ર સભા.  ભરૂચ : સ્ત્રીઓપેઠ.  રાત્રે, સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા ની સભા, સ્થળ દશા લાડની વાડી.  જાહે ર સોસાયટીના મકાનમાં વિનીતો સાથે ચર્ચા. સભા, સમય સાંજ, સ્થળ ફાટા તળાવ. ૬ પૂના : સભાઓ — વેપારીઓની અને ૩ મુંબઈ : સ્વરાજ સભાની બેઠક  સભા વિદ્યાર્થીઓની  સ્ત્રીઓની સભા, સમય કુ ર્લામાં. 1. આજ ે અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ.

नवजीवन નો અક્ષરદેહ [ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦]

385


બપોર, સ્થળ કિર્લોસ્કર નાટકશાળા.  વાઈ : સભા.  સતારા. ૭ સતારા : સભાઓ — સ્ત્રીઓની અને જાહે ર.  કરાડ : જાહે ર સભા.  નિપાણી. ૮ નિપાણી : જાહે ર સભા.  ચીકોડી : સ્ત્રીઓની સભા.  હુકેરી અને સંકેશ્વર : જાહે ર સભાઓ, બંને સ્થળે.  બેળગાંવ : સ્ત્રીઓની સભા. સ્થળ મારુતિનું મંદિર.  હબીબીયા લાઇબ્રેરીમાં પાનસોપારી  જાહે ર સભા અને માનપત્ર. ૯ બેળગાંવ  કેલીગેરી. ૧૦ ધારવાડ  હુબલી. ૧૧ હુબલી  ગડગ. ૧૨ સાંગલી : ઉતારો કે. આર. છાપખાનેને ત્યાં.  મફત વાંચનાલયના મકાનનો પાયો નાંખ્યો.  સભાઓ.  મીરજ. ૧૩ મુંબઈ : મૂળજી જ ેઠા મારકીટની મુલાકાત. ૧૪ મુંબઈ : વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ, સ્થળ શાંતારામની ચાલી.  મુલાકાતો લીધી — હિં દ કો-ઓપરે ટિવ સ્ટોર્સની અને મંગળદાસ મારકીટની. ૧૫ અમદાવાદ : ગુજરાત મહાવિદ્યાલયની સ્થાપના પ્રસંગે પ્રવચન, સમય સવારે સાડા આઠ, સ્થળ નદી પાર ડાહ્યાભાઈ ઇજતરામનો બંગલો.  પ્રોપ્રાયટરી હાઈસ્કૂલની મુલાકાત, બપોરે .  વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ, સમય સાંજ, સ્થળ નદીની રે ત. ૧૬ અમદાવાદ : કૉર્ક ના મેયર ટેરેન્સ મૅક્‌સ્વિનીના અવસાન અંગેની શોકસભામાં પ્રમુખપદે, સમય સાંજ ે છ, સ્થળ નદીની રે ત.  એમના ઉપવાસ અંગે નાપસંદગી દર્શાવી. ૧૭ મુંબઈ : મલાડમાં લુહાર-સુથાર ધર્મ જિજ્ઞાસુ મંડળ તરફથી કાઢવામાં આવેલી ગુજરાતી રાષ્ટ્રીય શાળા ખુલ્લી મૂકી. ૧૮ મુંબઈ : ધારાસભાના બહિષ્કાર અંગે વિચાર કરવા મળેલી મુસલમાનોની સભામાં હાજર, પ્રમુખ જોસેફ બેપ્ટિસ્ટા.

386

૧૯ મુંબઈ. ૨૦ ઝાંસી : જાહે ર સભા. ૨૧ દિલ્હી : સ્વદેશી હૅ ન્ડલૂમ ફૅ ક્ટરી ખુલ્લી મૂકી; સમય સવાર.  સ્ત્રીઓની સભા, સમય બપોર.  ઉલેમાઓની પરિષદમાં ભાગ લીધો. ૨૨ મથુરા :  અલીગઢ : પ્રજાકીય ઇસ્લામી યુનિવર્સિટીનું બંધારણ ઘડનારી કમિટીની બેઠકમાં ભાગ લીધો. ૨૩ અલીગઢ : ખિલાફત કમિટીની બેઠકમાં હાજર.  આગ્રા : સરઘસ.  વિદ્યાર્થીઓની સભા; ભારે અવ્યવસ્થા. ૨૪ દિલ્હી : નવી પ્રજાકીય ઇસ્લામિયા મદ્રેસા ખુલ્લી મૂકી.  પ્રજાકીય શાળા ખુલ્લી મૂકી.  દિલ્હી – અજમેર – મેવાડ પ્રાંતિક પરિષદની બેઠકમાં હાજર. ૨૫ બનારસ. ૨૬ બનારસ : વિદ્યાર્થીઓને સંબોધન.  એમની સાથે ચર્ચા, સમય બપોર.  જાહે ર સભા, સમય સાંજ, સ્થળ ટાઉન હૉલ.  આચાર્ય આનંદશંકર ધ્રુવને ત્યાં ચાપાણીના મેળાવડામાં હાજર અને હિં દુ યુનિવર્સિટીના પ્રોફે સરો સાથે ચર્ચા. ૨૭ બનારસ : હિં દુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ, પ્રમુખ માલવિયાજી  ગુજરાતીઓ મુલાકાતે આવ્યા. એમની સભા. પ્ર. આનંદશંકર ધ્રુવ. સ્થળ દૌલતચંદનું મકાન. ૨૮ અલાહાબાદ : જાહે ર સભામાં ભાષણ, વિષય અસહકાર, પ્રમુખ મોતીલાલ નેહરુ. ૨૯ અલાહાબાદ :  પ્રતાપગઢ. વિનાયક નંદશંકર મહે તા (કલેક્ટર)ને મળવા ગયા.  જાહે ર સભા.  મહે તાને ત્યાં મહે ફિલમાં હાજર.  અલાહાબાદ : જાહે ર સભા. ૩૦ અલાહાબાદ : વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ.  જાહે ર સભા.

[ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


‘મારામાં ગાંધી હજુ જીવે છે...’ ગાંધી જયંતીનું ૧૫૧મું વર્ષ. બીજી ઑક્ટોબર એ રીતે બહુ ખાસ હતી અને આ અવસરને યાદગાર બનાવવા નવજીવન સજ્જ બન્યું એક કૅ મ્પેન સાથે. કૅ મ્પેનનું નામ છે : ‘મારામાં ગાંધી હજુ જીવે છે!’ પૂજ્ય બાપુનો જન્મ આ ધરતી પર થયો એ વાતને ૧૫૧ વર્ષ થઈ ચૂક્યાં છે. ગાંધીજી આજ ે સદેહે નથી પરં તુ એમનો શબ્દદેહ, એમનો વિચારદેહ અને એમના સંકલ્પબળનાં પરિણામો આજ ે પણ જીવંત છે; શાશ્વત છે એમ કહીએ તોપણ એમાં અતિશયોક્તિ નથી. ગાંધીજીનું જીવન અને એમનું કાર્ય આકાશ જ ેવાં છે જ્યાં જોનારાની દૃષ્ટિ પર નિર્ભર છે કે એ કેવડા આકાશને જોવા માગે છે. દરે કની બારી જુ દી જુ દી છે, સૌ પોતપોતાની બારીમાંથી આકાશ જુ એ છે એ રીતે સૌ કોઈ પોતાની સમજશક્તિ પ્રમાણે મહાત્મા ગાંધીને જુ એ છે, અનુભવે છે. નવજીવન ટ્રસ્ટના મૅનેજિગ ં ટ્રસ્ટી વિવેક દેસાઈ દ્વારા ઇનિશ્યટિવ લેવાયું કે એક સુંદર કૅ મ્પેન કરીએ અને એ કૅ મ્પેન અંતર્ગત ગુજરાતના જાણીતા ચહે રાઓને પૂછીએ કે તમારામાં ગાંધી હજુ જીવે છે? કોરોનાકાળમાં ટ્રાવેલિંગ કરવું શક્ય નહોતું એટલે અમદાવાદમાં વસવાટ કરતા જાણીતા ચહે રાઓને આ કૅ મ્પેનમાં સમાવવામાં આવ્યા. આ કૅ મ્પેનમાં ગુજરાતનાં જાણીતા અભિનેતા, અભિનેત્રી, ગાયકો, રે ડિયો જૉકી, સામાજિક કાર્યકર, નૃત્યાંગના, વક્તા, પોલીસ અધિકારી, સાઇકોલૉજિસ્ટ, કવિ અને લેખકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ ેમાં જાણીતા કવિ તુષાર શુક્લ, અભિનેત્રી આરોહી પટેલ, આર. જ ે. દેવકી, સાઇકોલૉજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી, અભિનેતા મૌલિક નાયક, અભિનેતા મેહુલ સોલંકી, ગાયક આદિત્ય ગઢવી અને જિગરદાન ગઢવી, અભિનેત્રી નેત્રી ત્રિવેદી, અભિનેતા અભિનય બૅન્કર અને રોનક કામદાર, આઈ.પી.એસ. અધિકારી રોહન આનંદ, કવિ અનિલ ચાવડા, અભિનેત્રી આંચલ શાહ, આર. જ ે. ધ્વનિત, અભિનેતા યશ સોની, સામાજિક કાર્યકર મિત્તલ પટેલ, અભિનેતા મયૂર ચૌહાણ અને નિસર્ગ ત્રિવેદી, રે ડિયો પર્સનાલિટી નૈષધ પુરાણી, ગાયક પાર્થ ઓઝા, નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ, વક્તા રાધા મહે તા, ગાયિકા ઐશ્વર્યા મજમુદાર, અભિનેતા હે માંગ શાહ અને આર. જ ે. હર્ષિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં તેમણે ગાંધીજી સાથેના પોતાના કનેક્શનની વાત કરી છે. ગાંધીજીની કઈ ક્વૉલિટીસ અને કઈ વાતો છે જ ે દરે કને આજ ે પણ પ્રેરણા આપે છે. ગાંધીજીના જીવનના કયા પ્રસંગો છે જ ેની સાથે દરે ક લોકો રીલેટ કરી શકે છે. પોતાની રસપ્રદ શૈલીમાં દરે ક વ્યક્તિએ અહીં પોતાના ગાંધીજીની વાત કરી. ‘મારામાં ગાંધી હજુ જીવે છે!’ આ કૅ મ્પેનના દરે ક વીડિયો નવજીવન ટ્રસ્ટ યુટ્યુબ ચૅનલ અને નવજીવન સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા છે. ગુજરાતની આ પેઢીના પોતાના ગાંધીજીને માણવા અને જાણવાની એક રસપ્રદ પહે લ નવજીવનના આ કૅ મ્પેન દ્વારા કરવામાં આવી હતી. અહીં ગાંધીજી સાથેના પોતાના કનેક્શનની વાત આ જાણીતા ૨૫ ચહે રાઓએ કરી ત્યારે એમના અવાજનો રણકાર વળી વળીને એક વાત વારં વાર કહે તો હતો કે હા, ‘મારામાં ગાંધી હજુ જીવે છે!’ — રામ મોરી 387

Navajivan Trust

navajivantrust.admin

navajivantrust


હાથમજૂ રીનો મહિમા

388


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.