Navajivanno Akshardeh March 2019

Page 1

વર્ષૹ ૦૭ અંકૹ ૦૩ સળંગ અંકૹ ૭૧ • માર્ચ ૨૦૧૯

છૂ ટક કિંમત ઃ _ ૧૫

“બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કાંઈ મારી ખેંચથી નહોતું બન્યું. પણ બામાં જ એ ગુણ સમય આવ્યે ખીલી નીકળ્યો. હં ુ નહોતો જાણતો કે આ ગુણ બામાં છુ પાયેલો હતો. મારા પ્રથમ કાળના અનુભવ પ્રમાણે બા બહુ હઠીલી હતી. હં ુ દબાણ કરું તોય તે પોતાનું ધાર્યું કરતી. તેથી અમારી વચ્ચે ક્ષણિક કે લાંબી કડવાશેય રહે તી. પણ મારું જાહે ર જીવન જ ેમ ઉજ્જ્વળ થતું ગયું તેમ બા ખીલતી ગઈ, અને પુખ્ત વિચારે મારામાં, એટલે મારા કામમાં સમાતી ગઈ. દિવસ જતાં એમ થયું કે મારામાં અને મારા કામમાં -સેવામાં ભેદ ન રહ્યો, તેમ તેમ બા તેમાં તદાકાર થવા લાગી.” — ગાંધીજી


વર્ષૹ ૦૭ અંકૹ ૦૩ સળંગ અંકૹ ૭૧ • માર્ચ ૨૦૧૯ છૂ ટક કિંમત ઃ _ ૧૫

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

૧. કસ્તૂરબાનું જાહે રજીવન. . . . . . . . . . . . . . . . .વનમાળા પરીખ l સુશીલા નય્યર ������૭૫ ૨. પુન: પુસ્તક પરિચય બા: મહાત્માના અર્ધાંગિની . . . . . . .સતીષ શામળદાસ ચારણ ������૮૫ ૩. દાંડીકૂ ચ વિશેષ : પ્રયાણ આરં ભતા પહે લાં. . . . . . . . . . . . . . . . . મહાદેવ દેસાઈ ������ ૮૬ ૪. કાશ્મીરની બદલાતી સ્થિતિ અને યુદ્ધ અંગે ગાંધીજીના વિચારો . . આચાર્ય કૃ પાલાની ����૯૦ • ગાંધીદૃષ્ટિ : યુદ્ધ વિશે મારું વલણ . . . . . . . . . . . . . . . . . . . . .મો. ક. ગાંધી ૫. માનસ-નવજીવન કથા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ������� ૯૫

અપૂર્વ આશર

૬. ગાંધીજી અને સ્ત્રીઓ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મીલી ગ્રૅહામ પોલાક. . . .૯૮

આવરણ ૧

૭. ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી – ૩ . . . . . . . . . . . . . . . . ડૉ. રં જના હરીશ �����૧૦૦

Portrait (1935) of Kasturba Gandhi By BORIS GEORGIEV

આવરણ ૪ અનુકરણનો ભય

૮. ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ ��� ૧૦૩  ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… ��������������������������������������૧૦૬

[હરિજનબન્ધુ, ૨૬-૦૩-૧૯૩૩]

વાર્ષિક લવાtજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ અંગે

લવાજમ મોકલવાનું સરનામું

કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૧૯)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૧૯ એ ૨૦૧૯નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૭૪


કસ્તૂરબાનું જાહે રજીવન

વનમાળા પરીખ, સુશીલા નય્યર “અમે અસાધારણ દંપતી હતાં. ૧૯૦૬માં એકબીજાની સંમતિ પછી અને અજાણી અજમાયશ પછી અમે આત્મસંયમનો નિયમ નિશ્ચિત રૂપે સ્વીકાર્યો. આને પરિણામે અમારી ગાંઠ પહે લાં કદી નહોતી એવી દૃઢ બની તેથી મને ભારે આનંદ થયો. અમે બે ભિન્ન વ્યક્તિ મટી ગયાં. મારી એવી ઇચ્છા નહીં છતાં તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે સાચે જ મારું શુભતર અર્ધાંગ બન્યાં. તે હમેશાં બહુ મજબૂત ઇચ્છાશક્તિવાળી સ્ત્રી હતાં, જ ેને નવપરિણીત દશામાં હં ુ ભૂલથી હઠીલાં ગણી કાઢતો. પણ મજબૂત ઇચ્છાશક્તિને લીધે તે અજાણમાં જ અહિં સક અસહકારની કળાના આચરણમાં મારાં ગુરુ બન્યાં.” કસ્તૂરબાના અવસાન બાદ ગાંધીજીએ લૉર્ડ વેવૅલને લખેલા પત્રના આ અંશ છે. કસ્તૂરબાની આ ઓળખ તો ગાંધીજીના ‘શુભતર અર્ધાંગ’ તરીકેની; પણ સ્વતંત્ર્ય વ્યક્તિત્વ તરીકે તેમનો પરિચય જૂ જ ઠેકાણે મળે છે. ‘અમારાં બાં’ પુસ્તકમાં વનમાળા પરીખ અને સુશીલા નય્યરે એવો પ્રયાસ કર્યો છે અને કસ્તૂરબાનું જાહે રજીવન કેવું રહ્યું છે, તે અંગે એક આખું પ્રકરણ આ પુસ્તકમાં આલેખ્યું છે. આ પ્રકરણમાં કસ્તૂરબાના જાહે રજીવનના યોગદાનનો વિશેષ રીતે પરિચય મળે છે. આ પરિચય આપવાનો ઉપક્રમ કસ્તૂરબાનું સાર્ધશતાબ્દી વર્ષ છે. કસ્તૂરબાનો જન્મ પોરબંદરમાં એપ્રિલ, ૧૮૬૯માં થયો હતો; એટલે કે કસ્તૂરબાની સાર્ધશતાબ્દી એપ્રિલથી જ આરં ભાઈ હતી. ‘ગાંધી દોઢસો’ની ઊજવણીમાં તેમના સહજીવનયાત્રીના સમર્પણ-સંઘર્ષનું જાહે રજીવન અંગેનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત છે. ...

દક્ષિણ આફ્રિકામાં જ ેલમાં જવા ઉપરાંત ત્યાંની

સાર્વજનિક પ્રવૃત્તિઓમાં બા પડ્યાં હોય એમ લાગતું નથી. પણ હિં દુસ્તાનમાં આવ્યા પછી તો બાપુજીએ જ ેટલી પ્રવૃત્તિઓ ઉપાડી તેમાં બાએ એક કસાયેલા સૈનિકને છાજ ે એવો ફાળો આપ્યો છે. બાને જાહે રસભાઓ અને સરઘસો અને એવા દેખાવોનો તો બિલકુ લ જ શોખ ન હતો. પણ જ્યાં રચનાત્મક કામ કરવાનું હોય, પોતાની હાજરી અને સહાનુભૂતિથી લોકોને હૂંફ અને હિં મત આપવાની હોય, ત્યાં તેવાં કામ કરવા બા તત્પર રહ્યાં છે. બાપુએ હિં દુસ્તાનમાં આવી પહે લી સત્યાગ્રહની લડત ઉપાડી તે ચંપારણમાં. તેમાં સવિનયભંગ કરવાની સાથે જ વિજય મળ્યો એમ કહી શકાય. ૧. મૂળ શીર્ષક : જાહે રમાં.

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૯]

75


પણ બાપુજીને લાગ્યું કે, ચંપારણમાં બરાબર કામ કરવું હોય તો ગામડાંમાં કેટલાક સેવકોએ લોકોની વચ્ચે બેસી જવું જોઈએ અને તેમનાં સુખદુ:ખમાં ભાગ લઈ લોકોને કેળવવા જોઈએ. બિહાર જ ેવા ગરીબ પ્રાંતમાં પગારદાર સેવકો તો પોસાય જ નહીં. અને ગમે તેવા સેવકોથી એ કામ થાય નહીં. ગામલોકો પાસે પૈસા તો નહોતા, પણ જ ે ગામમાં લોકો રહે વાનું મકાન અને કાચું અનાજ પૂરું પાડે ત્યાં સેવકોને ગોઠવવાનું બાપુજીએ નક્કી કર્યું. આ કામને સારુ બાપુએ સ્વયંસેવકોની જાહે રમાં માગણી કરી. મહારાષ્ટ્રમાંથી અને ગુજરાતમાંથી સંસ્કારી અને કુ શળ સેવકો મળી ગયા. અને બાપુએ આશ્રમમાંથી પણ થોડાં ભાઈબહે નોને ત્યાં બોલાવી લીધાં. ગુજરાતમાંથી ગયેલી બહે નોને જ ે જ્ઞાન હતું તે ગુજરાતીનું જ થોડુ ં કે ઘણું હતું. તે બાળકોને હિં દી કઈ રીતે શીખવે? બાપુએ બહે નોને સમજાવ્યું કે, એમણે વ્યાકરણ નહીં પણ સભ્ય જીવન શીખવવાનું છે; વાંચવાલખવા કરતાં તેમને સ્વચ્છતાના નિયમો શીખવવાના છે. આવેલાં ભાઈબહે નોની બબ્બે કે ત્રણ ત્રણ જણની ટુકડીઓ પાડી દીધી, અને તેમને ગામડાંમાં મૂક્યાં. ભીતીહરવા નામના ગામમાં એક નાના મંદિરના બાવાજીની મદદથી મંદિરખાતાની થોડી ધર્માદા જમીનમાં ઝૂંપડુ ં ઊભું કરી એક શાળા શરૂ કરવામાં આવી હતી. ત્યાં બા અને બીજા બે ભાઈઓ રહે વા લાગ્યાં. આ શાળામાં સગવડ ઓછામાં ઓછી હતી. એ પ્રદેશની હવા પણ સારી નથી અને હિમાલયની તળેટીની વધારે પાસે હોવાથી ત્યાં શિયાળામાં ઠંડી બહુ પડતી હતી. રહે વાની ઝૂંપડી ઉપર રૂનો પોલ વેરાઈને પડ્યો હોય એવું ઝાકળ સવારમાં બાઝી ગયેલું જોવામાં આવે. આ શારીરિક અગવડો ઉપરાંત ત્યાંની પાસેની કોઠીવાળો સાહે બ બધા નીલવરોમાં ખરાબ ગણાતો, એટલે જ બાપુજીએ બાને ત્યાં 76

બા અને એમના સાથી ગામડામાં ફરવા ગયેલાં. ત્યાંથી આવીને જુએ તો પોતાને રહેવાનું તથા જેમાં શાળા ચલાવતાં હતાં તે બંને ઝૂંપડાં બળી ગયેલાં. રાખ સિવાય તેનું કાંઈ નામનિશાન પણ નહોતું રહ્યું. કામમાં અડચણ નાખવાના હેતુથી કોઈ દ્વેષીએ આગ લગાડી હશે એમાં સંશય નહોતો. બા અને એમના સાથી શ્રી સોમણનો તો આગ્રહ હતો કે શાળા એક દિવસ પણ બંધ ન રહે. આખી રાત જાગી ફરી વાંસ અને ઘાસનું ઝૂંપડું ઊભું કરી દીધું. પાછળથી ત્યાં પાકું મકાન કરવામાં આવ્યું, જે હજી કાયમ છે

રાખ્યાં હતાં. બા ગામમાં ફરવાનું તથા દવા આપવાનું કામ કરતાં તે આ નીલવરથી સહ્યું ન ગયું. “મિ. ગાંધી ઉઘાડે પગે ફરી, કપડાંમાં સાદાઈ રાખી લોકોમાં અંધશ્રદ્ધા પેદા કરી, તેનો લાભ ઉઠાવવા માગે છે એટલું જ નહીં, પણ એ બીજી રાજકીય ચળવળો ચલાવવા બહાર જાય છે ત્યારે મિસિસ ગાંધી અહીં લોકોમાં ઉશ્કેરણી કરવાનું પોતાના પતિનું કામ જારી રાખે છે.” વગેરે ન છાજ ે એવી ટીકાઓ એ નીલવરે વર્તમાનપત્રોમાં કરી. રાજકીય બાબતોથી કેવળ અલિપ્ત, કેવળ જનદયાથી પ્રેરાઈને જ રોગીઓને દવા આપવાનું કામ કરનારાં, ગામડાની ભાષા તો બોલી પણ ન જાણે અને હિં દુસ્તાની પણ ભાંગ્યુંતૂટ્યું બોલે એવાં, તથા વર્તમાનપત્રોમાં અંગ્રેજીમાં કરવામાં આવેલા આક્ષેપો વિશે કોઈના ગુજરાતીમાં સમજાવ્યા વિના જાણી પણ ન શકે એટલા થોડા અક્ષરજ્ઞાનવાળાં બા, એ આ તુમાખી નીલવરને લોકોમાં ઉશ્કેરણી કરનારાં લાગ્યાં! [ માર્ચ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


એક વખત બા અને એમના સાથી ગામડામાં ફરવા ગયેલાં. ત્યાંથી આવીને જુ એ તો પોતાને રહે વાનું તથા જ ેમાં શાળા ચલાવતાં હતાં તે બંને ઝૂંપડાં બળી ગયેલાં. રાખ સિવાય તેનું કાંઈ નામનિશાન પણ નહોતું રહ્યું. કામમાં અડચણ નાખવાના હે તુથી કોઈ દ્વેષીએ આગ લગાડી હશે એમાં સંશય નહોતો. બા અને એમના સાથી શ્રી સોમણનો તો આગ્રહ હતો કે શાળા એક દિવસ પણ બંધ ન રહે . આખી રાત જાગી ફરી વાંસ અને ઘાસનું ઝૂંપડુ ં ઊભું કરી દીધું. પાછળથી ત્યાં પાકું મકાન કરવામાં આવ્યું, જ ે હજી કાયમ છે. ભીતીહરવાની પાસે જ એક નાનું ગામડુ ં છે.

બાપુજી ફરતા ફરતા એ ગામમાં ગયા. ત્યાં કેટલીક બહે નોનાં કપડાં બહુ મેલાં જોવામાં આવ્યાં. બાપુજીએ આ બહે નોને કપડાં ધોવાનું સમજાવવા બાને સૂચવ્યું. બાએ બહે નોને વાત કરી. એમાંથી એક બહે ન બાને પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ અને બોલી : “તમે જુ ઓ, અહીં કંઈ પેટીકબાટ નથી કે જ ેમાં કપડાં હોય. મારી પાસે આ મેં પહે રી છે તે જ સાડી છે. તેને હં ુ કઈ રીતે ધોઉં? મહાત્માજીને કહો કે, તે કપડાં અપાવે એટલે હં ુ રોજ નાહવા ને રોજ કપડાં બદલવા તૈયાર થઈશ.” બાએ બાપુને બધી વાત કરી. હિં દમૈયાની આ અવસ્થાથી બાપુનું હૃદય કકળી ઊઠ્યું.

ખેડા સત્યાગ્રહ

ચંપારણનું કામ તો ચાલુ જ હતું એટલામાં ખેડા જિલ્લામાં સત્યાગ્રહ શરૂ થયો ત્યારે બા પણ બાપુની સાથે ખેડા જિલ્લાનાં ગામોમાં ફરતાં હતાં. ક્યારે ક બાપુની સાથે રહે તાં અને ક્યારે ક એકલાં પણ ફરતાં. ખેડા જિલ્લાના તોરણા ગામમાં મામલતદારે એકદમ હલ્લો કરી તેવીસ ઘેર જપ્તીઓ કરી, તેમાં એમણે સ્ત્રીઓના દાગીના, દેગડા, ઘડા, દૂઝણી ભેંસો વગેરે ચીજો જપ્તીમાં લીધી. આ ખબર બાને પડ્યા, અને તરત જ તેઓ તોરણાવાસીઓને તેમના દુ:ખમાં આશ્વાસન આપવા દોડી ગયાં. એમના આગમનથી લોકોના આનંદનો પાર ન રહ્યો, અને સ્ત્રીઓએ તો ખરે ખર ફૂલોનો વરસાદ વરસાવ્યો. ત્યાંની સ્ત્રીઓની સભામાં બાએ લડતનો મર્મ અને ધર્મ સમજાવતું નાનું છતાં અસરકારક ભાષણ કર્યું : આપણા પુરુષોએ સત્યની ખાતર સરકાર સાથે જ ે લડત ઉપાડી છે તેમાં આપણે તેમને ઉત્સાહ नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૯]

આપવો જોઈએ. સરકાર જ ે દુ:ખ દે છે તે સહન કરવું. આપણો માલ ઉઠાવી જવા આવે તો ઉઠાવી જવા દેવો. આપણી જમીન ખૂંચવી લે તો જમીન જવા દેવી. પણ સરકારને એકે પૈસો આપી જુ ઠ્ઠાં બનવું નહીં; કારણ, રૈ યત સરકારને કહે છે કે પાક નથી થયો, ત્યારે સરકારે તે માનવું જોઈએ. છતાં તે નથી માનતી અને દુ:ખ દે છે તો આપણે દુ:ખ ખમવું, પણ આપણી પ્રતિજ્ઞા પરથી ન ખસવું. સરકારી નોકરોથી ડરવું નહીં, પણ ધીરજ રાખવી, અને આપણા ભાઈઓ, પતિઓ અને છોકરાઓને હિં મત આપવી. બાનાં આ સાદાં પણ ઉત્સાહ અને પ્રેરણાદાયી વચનોથી લોકોમાં ઉત્સાહ આવ્યો અને કેટલીય બહાદુર સ્ત્રીઓએ તેમને વચન આપ્યાં કે : “જ્યારે તમે અમારે માટે આટલાં આટલાં દુ:ખો વેઠો છો તો પછી અમે શા માટે ડરી જઈએ? અમે હિં મત રાખીશું અને સરકારને પૈસા આપવા દઈશું નહીં.”

77


સ્વરાજ્યની પહે લી લડતમાં

૧૯૨૨માં બાપુજીને પકડવામાં આવ્યા અને છ વર્ષની સજા કરવામાં આવી. એ સજા સાંભળી આખો દેશ કકળી ઊઠ્યો. તે વખતનો બાનો સંદેશો એક વીરાંગનાને શોભે એવો છે : મારા પતિને આજ ે છ વર્ષની સજા થઈ છે. આ ભારે સજાથી હં ુ કંઈક અસ્થિર — બેચેન — બની છુ ં એનો મારે સ્વીકાર કરવો જોઈએ. પણ આપણે ધારીએ તો સજાની મુદત પૂરી થાય એ પહે લાં જ આપણે તેમને જ ેલમાંથી છોડાવી શકીએ. સફળતા મેળવવી એ આપણા હાથની વાત છે. જો આપણે નિષ્ફળ નીવડશું તો એમાં આપણો જ દોષ હશે. અને તેથી જ હં ુ મારાં દુ:ખમાં દિલસોજી ધરાવનાર અને મારા પતિ પ્રત્યે પ્રેમ ધરાવનાર સર્વ સ્ત્રી-પુરુષોને રાતદિવસ રચ્યાપચ્યા રહીને રચનાત્મક કાર્યક્રમને સફળ બનાવવાની વિનંતી કરું છુ .ં રચનાત્મક કાર્યક્રમમાં ચરખો ચલાવવો અને ખાદી ઉત્પન્ન કરવી એ મુખ્ય છે. ગાંધીજીને થયેલી સજાનો જવાબ આપણે આ રીતે આપીએ : ૧. બધાંય સ્ત્રી-પુરુષો પરદેશી કાપડ પહે રવું છોડી દે અને ખાદી પહે રે તથા બીજાને પહે રવા સમજાવે. ૨. બધાં સ્ત્રી-પુરુષો કાંતવાને પોતાની ધાર્મિક ફરજ સમજ ે અને બીજાંને પણ તેમ કરવા સમજાવે. ૩. બધાય વેપારીઓ પરદેશી કાપડનો વેપાર કરવો બંધ કરે . બાના સાચા દિલના સંદેશાની લોકો ઉપર ખૂબ સારી અસર થઈ. ઠેર ઠેર પરદેશી કાપડની હોળીઓ થવા લાગી. રેં ટિયા ગુંજવા લાગ્યા અને કેટલાક 78

બારડોલીમાં રેંટિયાપ્રવૃત્તિને વેગ આપવા ગામડે ગામડે ગાડામાં પણ ફર્યાં. સ્વરાજ્ય પક્ષ ઊભો થયો અને બાપુના રચનાત્મક કામ માટે ભલભલાની શ્રદ્ધા ડગી ગઈ હતી ત્યારે બા અનન્ય નિષ્ઠાથી અને અડગતાથી બાપુના કાર્યક્રમમાં વિશ્વાસ રાખતાં

લોકોએ શુદ્ધ ખાદી પહે રવી શરૂ કરી. બાપુને સાબરમતીથી યરવડા લઈ ગયા. બાને દુ:ખ તો ખૂબ થયું, પણ તે સ્વસ્થતા જાળવી રહ્યાં. આવે વખતે બાનું ખરું પોત પ્રકાશી ઊઠતું. સદાનાં ઓછાબોલાં અને રસોડુ ં સાચવનારાં બા જુ વાનોને શરમાવે તેવાં જાહે ર કામો માટે નીકળી પડ્યાં. “મને હવે આશ્રમમાં ચેન પડતું નથી. હવે તો મારે બાપુનું કામ થાય એટલું કરવું જોઈએ. બાપુ કાર્યકર્તાઓને ગામડાંમાં અને રાનીપરજમાં બેસવાનું કહી ગયા છે. માટે મને પણ ગામડામાં લઈ જાઓ,” એમ બા કહે તાં. સ્વ. દયાળજીભાઈનાં બા સાથે વિદ્યાપીઠના ફાળા માટે સુરત જિલ્લામાં તેમ જ નંદરબાર સુધી બા ફર્યાં. અને બારડોલીમાં રેં ટિયાપ્રવૃત્તિને વેગ આપવા ગામડે ગામડે ગાડામાં પણ ફર્યાં. સ્વરાજ્ય પક્ષ ઊભો થયો અને બાપુના રચનાત્મક કામ માટે ભલભલાની શ્રદ્ધા ડગી ગઈ હતી ત્યારે બા અનન્ય નિષ્ઠાથી અને અડગતાથી બાપુના કાર્યક્રમમાં વિશ્વાસ રાખતાં અને થોડાં વાક્યોમાં પ્રેરણા આપતાં : જુ સ્સાનો જુ વાળ ચડતો હોય ત્યારે તો સહુ [ માર્ચ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કોઈ સાથ આપે. પણ જુ સ્સો ઊતરી ગયા પછી ટકી રહે તે ખરા. દક્ષિણ આફ્રિકામાં પણ આવી જ નિરાશા આવેલી પણ બહે નો અને ખાણિયા મજૂ રો નીકળી પડ્યાં અને જીત થઈ. તેમ મારી તો ખાતરી છે, આખરે સત્યનો જય થવાનો છે. બાના આ શબ્દો છટાદાર વક્તાના ભાષણ

કરતાં ઊંડી અસર કરતા. એ જ અરસામાં બાએ સોનગઢ તાલુકાના જંગલમાં ડોસવાડામાં રાનીપરજની બીજી પરિષદનું પ્રમુખસ્થાન લઈને હજારો રાનીપરજને દારૂ છોડાવી રેં ટિયો કાંતતાં અને ભજન કરતાં કર્યાં.

દાંડીકૂ ચ અને ધરાસણા — ’૩૦ની લડતમાં

આ લડતમાં આપેલા બાના ફાળાનું વર્ણન શ્રી મીઠુબહે નના શબ્દોમાં જ આપ્યું છે : ૧૯૩૦માં દાંડીકૂ ચ વખતે બહે નોએ બાપુને પૂછ્યું કે, અત્યારે અમારે શું કરવાનું? બાપુએ કહ્યું : તમારે માટે મેં સુંદર કામ શોધી રાખ્યું છે. બહે નોએ જ ેલમાં જવાનું નથી, પરં તુ વિદેશી કાપડનો બહિષ્કાર અને મદ્યપાનનિષેધનું કામ કરવાનું છે. અને જરૂર પડે તો તે માટે ચોકી — પિકેટિગ ં  — પણ કરવાની છે. છઠ્ઠી એપ્રિલે દાંડીના મીઠા સત્યાગ્રહ પછી બાપુએ જ ે સભા કરે લી તેમાં આ વસ્તુ ઉપર ખાસ ભાર મૂકેલો. નવસારી પાસે વીજલપુરમાં બહે નોની ખાસ પરિષદ બોલાવી. પરિષદમાં ચારથી પાંચ હજાર બહે નો હાજર હતી. અમદાવાદ અને મુંબઈથી પણ આગેવાન બહે નો આવ્યાં હતાં. તે પરિષદમાં બાપુની સલાહથી ‘સ્ત્રી સ્વરાજ્ય સંઘ’ની સ્થાપના કરવામાં આવી અને વિદેશી કાપડનો બહિષ્કાર તેમ જ મદ્યપાનનિષેધની છાવણીઓ સુરત શહે ર અને જિલ્લામાં નાખવાની રૂપરે ખા દોરવામાં આવી. બહે નોને મદદ કરવા માટે ગુજરાતના જાણીતા આગેવાન ડૉક્ટર સુમંત મહે તાની પસંદગી કરી બાપુએ તેમને કહ્યું કે, “તમારે બહે નોને દોરવણી આપવી નહીં, દોરવણી તો બા અને મીઠુબહે ન જ આપશે. તમારે તો માત્ર મુનીમ તરીકે જ મદદ કરવી.” नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૯]

મીઠુબહે નને આથી સંકોચ થયો અને એમણે બાપુને વાત કરી કે, તમે અમારી શક્તિની વધારે પડતી આંકણી કરો છો. પણ બાપુ પોતાની વાતને વળગી રહ્યા; કારણ, બાની તત્ત્વનિષ્ઠા અને કાર્યશક્તિથી તેઓ પરિચિત હતા. બાના વ્યક્તિત્વથી આકર્ષાઈને છાવણીમાં સેંકડો બહે નોની ભરતી થઈ. સુરત શહે રમાં, પછાત ગણાતી કોમોમાંથી પણ સેંકડો બહે નો જિંદગીમાં પહે લી જ વાર જાહે ર કામ માટે નીકળી પડી. તે સહુને હિં મત અને પ્રેરણા બા પાસેથી જ મળેલાં. ‘બા ક્યાં અંગ્રેજી ભણેલાં છે? તેઓ આ કામ કરી શકે તો અમે તેમનો સાથ કેમ ન કરીએ?’ બાના જીવનમાંથી તેમનામાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન થઈ. પરિણામે અઠંગ છાકટા ગણાતા સુરત જિલ્લામાં દારૂતાડીનાં પીઠાં ઉપર ચલિયું પણ ફરકતું નહીં. સરકારને નીતિનિયમ બાજુ એ મૂકીને દારૂતાડીની ફે રી કરવા દેવી પડી. ગામડાંમાં પણ અત્યાર સુધી સભ્યતા જાળવી રહે લી સરકારે બહે નોને છાવણી માટે કોઈ મકાન ન આપે એવી તજવીજ કરી. પરં તુ બહે નો ડગી નહીં. માંડવા બાંધી એમાં છાવણી શરૂ કરી. માંડવા બળવા માંડ્યા અને વાસણકૂ સણ જપ્ત થવા મંડ્યાં એટલે બાએ કહ્યું, ‘આપણે સાદડીનાં ઝૂંપડાં અને માટીનાં વાસણો જ રાખો. પછી શું લઈ જવાના છે?’ બા છાવણીમાં હતાં ત્યાં બાપુ પકડાયાના સમાચાર એમને મળ્યા. એ ખબર સાંભળી એમણે 79


સ્વદેશભક્તિથી ભરે લો સંદેશો પ્રજાને આપ્યો : આજ ે સવારે ચાર વાગ્યે હં ુ પ્રાર્થના કરતી હતી ત્યારે જ મને બાપુનું ચિંતવન થયું. રાત્રે અમારી છાવણી પાસે થઈને મોટરોની દોડાદોડી બહુ સંભળાતી હતી, એટલે મનમાં શંકા તો પેઠી જ હતી. પ્રાર્થના પછી તરત નવસારી છાવણીમાંથી ખબર આવી કે ગાંધીજીને મધરાતે લઈ ગયા. સવારે કરાડી છાવણીએ હં ુ જઈ આવી. આશ્રમવાસીઓને મળી. તેમની પાસેથી સાંભળ્યું કે, બે મોટરો ભરીને હથિયારબંધ સિપાઈઓ સાથે અમલદાર આવ્યા હતા. ગાંધીજીને ફરતો સિપાઈનો ઘેરો મૂકી દીધો અને થોડી વાર તો કોઈ આશ્રમવાસીઓને પણ એમની પાસે જવા ન દીધા. કરાડી ગામના લોકોને જાણ થતાં તેઓ દોડી આવ્યા પણ કહે છે કે, સિપાઈઓએ એમને છાવણીમાં દાખલ ન થવા દીધા. આ બધી વાતો સાંભળી મને બહુ ખેદ થયો. સરકારના ગાંડપણ ઉપર મને હસવું આવ્યું. ગાંધીજીને પકડવા માટે તે મધરાતે ધાડ પાડવાની હોય? એમને પકડવા એમાં આટલાં લાવલશ્કર શાં? હવે ગાંધીજી તો ગયા. એમને આટલા મોડા લીધા એ જ સરકારની મહે રબાની. આ પાંચ અઠવાડિયાંમાં એમણે આપણને જ ેટલું કહે વું હતું એટલું કહી દીધું છે. આપણો રસ્તો બરાબર આંકી દીધો છે. ભાઈઓને અને બહે નોને પોતપોતાનું કામ બતાવી દીધું છે. ગાંધીજીએ સોંપેલું કામ પાર ઉતારવું એ જ હવે આપણો ધર્મ થઈ પડ્યો છે. આ બનાવથી દેશમાં કોઈ જગ્યાએ અશાંતિ ન થાઓ એવી હં ુ ઈશ્વર પાસે પ્રાર્થના કરું છુ .ં લોકોને પણ પ્રાર્થના કરું છુ ં કે, તમારી લાગણી અને તમારી ભક્તિમાં કોઈ ગાંડા ન થશો, પણ વધારે મરણિયા થઈ લડત ચલાવજો. સરકારી નોકરી કરનારા ભાઈઓ, તમે પણ 80

ગાંધીજીને ફરતો સિપાઈનો ઘેરો મૂકી દીધો અને થોડી વાર તો કોઈ આશ્રમવાસીઓને પણ એમની પાસે જવા ન દીધા. કરાડી ગામના લોકોને જાણ થતાં તેઓ દોડી આવ્યા પણ કહે છે કે, સિપાઈઓએ એમને છાવણીમાં દાખલ ન થવા દીધા. આ બધી વાતો સાંભળી મને બહુ ખેદ થયો. સરકારના ગાંડપણ ઉપર મને હસવું આવ્યું. ગાંધીજીને પકડવા માટે તે મધરાતે ધાડ પાડવાની હોય?

હવે ક્યાં સુધી નોકરીને બાઝી રહે શો? સિપાઈઓ પોતાના દેશી ભાઈઓ ઉપર લાઠીઓ ચલાવે અને ગોળીઓ છોડે છે. એ તેમનો જીવ કેમ ચાલે છે? ભાઈઓ, હિં મત કરો. ભગવાન તમને કોઈને ભૂખ્યા નહીં રાખે. નિર્દોષ અને દેશભક્તિથી ઊભરાતા છોકરાઓને મારવા અને પછી ઘેર જઈ આંખમાં પાણી લાવી નિસાસા મૂકવા એથી શું વળે? પરમેશ્વરનું નામ લઈને હિં મત કરો અને નોકરી છોડી દો. આથી બીજો સંદેશો આજ ે મારે શો આપવાનો હોય? પરમાત્મા આપણને સૌને શક્તિ આપો. બાપુજી પકડાયા પછી ગુજરાતના દેશસેવકો ધરાસણા ઊપડ્યા. સરકારે એમની ઉપર ખૂબ ક્રૂરતા કરી. લાઠી મારી. પાડી નાખી ઉપર ઘોડા ચલાવ્યા. મોઢામાં ડૂ ચા મારી ખારા પાણીમાં ડુબાડ્યા. કાંટાની અને તારની વાડમાં ફેં કી દીધા. જ ેટલો થઈ શકે એટલો કેર નિ:શસ્ત્ર સૈનિકો ઉપર વર્તાવ્યો. બાને આની ખબર પડી. તેઓ ત્યાં ગયાં. ત્યાંના દૃશ્યે તેમનું હૃદય કકળી ઊઠ્યું. એમણે છાપાના પ્રતિનિધિને મુલાકાત આપતાં જ ે કરુણ વર્ણન કર્યું છે તે ઉપરથી આપણને એમના દુ:ખનો [ માર્ચ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


થોડો ખ્યાલ આવશે : ઘાયલ થયેલા સૈનિકોને જોવા અને આશ્વાસન આપવા હં ુ વલસાડની ઇસ્પિતાલમાં ગઈ. બિછાના પર પડેલા એ ભાઈઓના મલમપટ્ટા અને પાટાઓનો કરુણ ચિતાર જોઈ મારું હૃદય ઘવાયું — રોયું. પોલીસે એમના ઉપર જ ે જુ લમ વર્તાવ્યો તે સાંભળીને કમકમાટી છૂટી. મારે એટલું કહે વું જોઈએ કે, મને દુ:ખ તો થયું છતાં પણ આવી ભારે વેદના સહન કરવા છતાંય એ યુવાનોએ જ ે દેશભક્તિ, વીરતા અને ઉત્સાહ દાખવ્યાં હતાં તે જોઈ મારું દિલ હર્ષથી ઊભરાયું. સત્યને માટે આવા બલિદાનનું દૃષ્ટાંત તો ઇતિહાસમાં એકલા હરિશ્ચંદ્રનું જ મળે છે. ચારે બાજુ એથી આવા જુ લમોની કહાણીઓ આવ્યે જાય છે. તેમાં સર્વ કોઈ એકમેકને સહાય અને સાથ દે તો જ આપણા કાર્યની સફળતા થાય. આટલા બધા ડૉક્ટરો અને બહે નો માંદાઓની સેવા કરે છે એથી મને બહુ આનંદ થયો. મને આશા છે કે મારા જ ે દેશભાંડુઓ ધરાસણાની કરુણ કહાણી સાંભળશે તે વાઇસરૉયના નવા કાળા કાયદાઓનો સામનો કરવા બમણા ઉત્સાહથી કર ન ભરવાની હિલચાલ ઉપાડશે. તેમ જ દારૂનિષેધ અને પરદેશી કાપડના બહિષ્કારની પ્રવૃત્તિ ચાલુ રાખશે. એ લડત દરમિયાન વીજલપુરમાં મળેલી જલાલપુર તાલુકા પરિષદનું પ્રમુખપદ બાએ સ્વીકાર્યું હતું. તેમાં ભાષણ કરતાં બાએ જણાવ્યું હતું કે : આપણા દેશના ઇતિહાસના એક કટોકટીના પ્રસંગે આજ ે આપણે અહીં મળ્યાં છીએ. અત્યારે આપણી પાસે લાંબાં ભાષણો કરવાનો વખત नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૯]

નથી. એટલે આજની પરિષદનું પ્રમુખસ્થાન આપવા માટે હં ુ ટૂ કં માં જ તમારો આભાર માની લઉં છુ .ં આ વખતે મારે તો તમને એક જ વાત કહે વાની છે કે, અંદર અંદરના ઝઘડા ભૂલી જાઓ. બધા આ પ્રસંગે એક થાઓ. એકને ઘેર જપ્તી થાય તો બધાને ઘેર થઈ એમ સમજો. કોઈ જપ્ત થયેલો માલ ન રાખો. આ લડતમાં બહે નો ધારે તો પુરુષોને ખૂબ મદદ કરી શકશે. દારૂ-તાડી અને પરદેશીના નિષેધનું કામ તો બહે નોએ જ કરવાનું છે. હિં મત આપવાના પ્રસંગે બહે નો ભાઈઓને હિં મત તો આપશે જ. પણ કદાચ સ્વાર્થને વશ થઈ કોઈ ભાઈ સરકારને મદદ કરવા નીકળે ત્યારે બહે નો તેમને ચેતવે અને જરૂર પડ્યે એવા ભાઈઓ સાથે અસહકાર પણ કરે . બહે નોને જ ેટલી સમજ પડે છે તેટલી પુરુષોને નથી પડતી, કારણ કે બહે નો દુઃખની ભાષા વધારે સમજ ે છે. ધરાસણાના અત્યાચારથી બહે નોનાં દિલ ઘવાયાં છે. જ્યારે જ્યારે દેશહિત વિરુદ્ધની કોઈ પણ હિલચાલ શરૂ થાય ત્યારે ધરાસણાને યાદ કરજો. આથી વધારે મારે શું કહે વાનું હોય? પરમાત્મા મેં તમને સૂચવ્યો છે તે નિશ્ચય કરવાનું અને તેને અમલમાં મૂકવાનું બળ આપો અને તમારું સૌનું કલ્યાણ કરો. આ લડત દરમિયાન દોડાદોડીથી બાની તબિયત લથડી. બા મીઠુબહે ન સાથે મરોલી ગામમાં રહે તાં હતાં. એક દિવસ સવારની પ્રાર્થના પૂરી કરી બધાં નાસ્તો કરવા બેઠાં હતાં એવામાં ટપાલી આવીને એક તાર આપી ગયો. સૌ તારના સમાચાર જાણવા માટે અધીરાં બન્યાં હતાં. તાર હતો, “અમને કસ્તૂરબાના સાથની જરૂર છે.” 81


આ ટૂ કં ા સંદેશાએ સૌને ક્ષુબ્ધ કર્યાં. બા તારનો મર્મ સમજી ગયાં અને નાસ્તો પડતો મૂકી ઉતાવળાં ઉતાવળાં જવાની તૈયારી કરવા મંડ્યાં. આ તાર બોરસદથી આવ્યો હતો. બોરસદના બહાદુર ખેડૂતોએ દેશને ખાતર વતન, ઘરબાર, ઢોરઢાંખર બધુંય છોડી હિજરત કરી હતી. સરકારને મહે સૂલ ન ભરવા ખાતર એમણે જ ેલ અને મારપીટ સહન કર્યાં હતાં. ખેડૂતોના જીવનનિર્વાહનું એકમાત્ર સાધન જમીન તે પણ હરાજ થઈ ગઈ હતી. મહે સૂલ ન ભરવાની સલાહ આપનાર કેટલીક બહે નો પર સરકારે લાઠી ચલાવી હતી. ગામમાં હાહાકાર વર્તી રહ્યો હતો. અનેક બહે નો ઘાયલ થઈને હૉસ્પિટલમાં પડી હતી. આ બહે નોએ ગામલોકોને હિં મત આપવા બાને તાર કરીને બોલાવ્યાં હતાં. “બા, તમે આ શું કરો છો?” મીઠુબહે ન બાની ઉતાવળ જોઈ ગભરાઈ ગયાં, અને બાની તબિયત આથી વધારે બગડશે એવી ચિંતાથી બોલ્યાં, “તમારામાં શક્તિ ક્યાં છે? લોહીનો છાંટોયે નથી, એટલે તો ડૉક્ટરોએ તમને આરામ લેવાનું કહ્યું છે. તમારા વતી હં ુ બોરસદ જાઉં છુ .ં તમે અહીં રહો.” “પોલીસોનો લાઠીમાર બહાદુરીથી સહન કરનાર બહે નોની પડખે મારે ઊભા જ રહે વું જોઈએ. બાપુ હોત તો અત્યારે એમની પાસે હોત, પણ આજ ે એ છૂટા નથી,” કામળ અને બીજી જરૂરી વસ્તુઓ થેલીમાં મૂકતાં બાએ જવાબ આપ્યો, અને ઉતાવળાં ઉતાવળાં બોરસદ જતી ગાડી પકડવાને સ્ટેશન પર રવાના થયાં. બોરસદ પહોંચી બાએ હૉસ્પિટલમાં ઘાયલ થઈને પડેલી બહે નોને ઉત્સાહિત કરી એટલું જ

જેલમાં કોઈ પણ બહેન બીમાર હોય, પોચા દિલની હોય, સુંવાળી જિંદગી ગાળેલી હોય એને હંમેશ બાની ઓથ રહેતી. બાની સહાનુભૂતિથી જેલ વેઠવી સહેલ થઈ પડતી. જેલમાં અમે લગભગ એંશી બહેનો સાથે હતાં, પણ કોઈને કદી કશી તકલીફ આવતી નહીં. એકલાં પડી ગયાં છીએ, અહીં અમારું કોઈ નથી, એવું કદી લાગતું નહીં

નહીં, પણ ગામ પર છવાયેલા ભય અને ત્રાસને પણ દૂર કર્યા. પોતાની નબળી તબિયતની જરાકે પરવા કર્યા વિના બાએ સવારથી માંડીને રાત સુધી ખડે પગે રહીને કામ કરવા માંડ્યું. બાની તબિયત લથડી. નડિયાદથી ડૉક્ટરો આવ્યા. એમણે બાને તપાસ્યાં. આરામની અનિવાર્ય આવશ્યકતા હોવાનું જણાવ્યું અને ચેતવણી આપી કે, “અમારું કહ્યું નહીં માનો તો તબિયત વધુ બગડશે અને બૂરું પરિણામ આવશે.” “પણ મને તો કાંઈ લાગતું જ નથી. હં ુ તો બાપુને પગલે પગલે ચાલવા સિવાય બીજુ ં કોઈ કામ કરતી નથી. બાપુની ગેરહાજરીમાં કામ કરવાની મને આ તક મળી છે. આરામ લેવાનું તો મારાથી બની શકશે નહીં.” ડૉક્ટરો નિરાશ થયા. અને બાએ એક સત્યાગ્રહીને છાજ ે એ રીતે પોતાનું કાર્ય આગળ ધપાવ્યે જ રાખ્યું. i

’૩૨ની અને ’૩૩ની સાલમાં તો ઘણો વખત 82

બાનો જ ેલમાં જ ગયો છે. ’૩૨ની સાલમાં સૌ. [ માર્ચ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


લાભુબહે ન મહે તાને બાના સ્વભાવનો જ ે પરિચય થયો તે વિશે તેઓ લખે છે : આ કોણ આવ્યું છે? આવડાં નાનાં કુ મળાં બાળકોને પકડી લાવતાંય સરકારને શરમ નથી આવતી? મને જોઈને એમનું કૂ ણું દિલ કકળી ઊઠ્યું. બીજ ે દિવસે એમને ખબર પડી કે હં ુ કાંઈ ખાતી નથી, મને ત્યાંનું લૂખુંસૂકું ખાવાનું ગળે ઊતરતું નથી. તરત જ મને બોલાવી. એમના ‘બી’ વર્ગના ખોરાકમાંથી મને પરાણે જમાડી ને શિખામણના બે બોલ કહ્યા : “જો એમ ભૂખી રહીશ તો જ ેલ વેઠી કેવી રીતે શકીશ? સહન કરવા આવી છુ ં તે સહન તો કરવું જ જોઈએ ના?” હં ુ બધું સમજતી તો હતી જ, પણ મન મજબૂત કરતાં બેત્રણ દિવસ

નીકળી ગયા. ને પછી ખોરાકને અનુકૂળ બની ગઈ. એ દરમિયાન એમની સહાનુભૂતિ મળી ગઈ. જ ેલમાં કોઈ પણ બહે ન બીમાર હોય, પોચા દિલની હોય, સુંવાળી જિંદગી ગાળેલી હોય એને હં મેશ બાની ઓથ રહે તી. બાની સહાનુભૂતિથી જ ેલ વેઠવી સહે લ થઈ પડતી. જ ેલમાં અમે લગભગ એંશી બહે નો સાથે હતાં, પણ કોઈને કદી કશી તકલીફ આવતી નહીં. એકલાં પડી ગયાં છીએ, અહીં અમારું કોઈ નથી, એવું કદી લાગતું નહીં. એમના કુ ટુબ ં માં જ રહે તાં હોઈએ એ રીતે તેઓ સૌની સંભાળ રાખતાં. સૌ પર એકસરખો પ્રેમ અને સૌની એકસરખી કાળજી એ એમના સ્વભાવની વિશિષ્ટતા હતી. i

રાજકોટમાં સત્યાગ્રહ ઊપડ્યો ત્યારે એ તો પોતાનું વતન એમ કરીને બા ત્યાં બાપુથી પણ વહે લાં પહોંચી ગયાં હતાં. ત્યાંના એમના વીતકનું વર્ણન સુશીલાબહે ને બહુ સરસ આપ્યું છે તે ત્યાં જ જોઈ લેવા વિનંતી છે. પણ તે વિશે બાપુજીએ પોતે ગાંધીજી નામના ગ્રંથમાં બા વિશે જ ે ઉમેર્યું છે તે અહીં આપવું જરૂરી છે. રાજકોટની લડતમાં બા જોડાઈ એ વિશે કશું ન લખવું એવો મારો ઇરાદો હતો. પણ એ લડતમાં પડી તેના ઉપર કેટલીક નિષ્ઠુ ર ટીકાઓ થઈ છે, એ ખુલાસો માગી લે છે. બાએ લડતમાં જોડાવું જોઈએ એવું મને તો કદી સૂઝ્યું જ નહોતું. એનું મુખ્ય કારણ એ હતું કે આવી હાડમારીઓ માટે એ બહુ વૃદ્ધ ગણાય. પણ ટીકાકારોને ગમે તેટલું વિચિત્ર લાગે તોપણ મારા કહે વા ઉપર એમણે એટલો વિશ્વાસ રાખવો જોઈએ કે, બા નિરક્ષર હોવા છતાં કેટલાંય नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૯]

વર્ષોથી પોતાને જ ે કરવું હોય તે કરવાની તેને પૂરેપૂરી છૂટ હતી. દક્ષિણ આફ્રિકામાં અથવા હિં દુસ્તાનમાં જ્યારે જ્યારે તે લડતમાં જોડાઈ છે, ત્યારે ત્યારે પોતાની મેળે જ પોતાની અંતરની લાગણીથી એ તેમાં પડી છે. આ વખતે પણ એમ જ બન્યું હતું. મણિબહે નના પકડાવાની વાત સાંભળી ત્યારે તેનાથી રહી શકાયું નહીં. અને લડતમાં પડવાની તેણે મારી રજા માગી. મેં કહ્યું કે, તું હમણાં બહુ જ અશક્ત છો. દિલ્હીમાં થોડા જ દિવસ પહે લાં નાહવાની ઓરડીમાં તેને મૂર્છા આવી ગઈ હતી. અને દેવદાસે સમયસૂચકતા ન વાપરી હોત તો તે સ્વધામ પહોંચી ગઈ હોત. પણ બાએ જવાબ આપ્યો કે, “શરીરની મને પરવા નથી”. એટલે મેં સરદારને પુછાવ્યું. તેઓ પણ સંમતિ આપવા બિલકુ લ તૈયાર નહોતા. પણ પછી તો તેઓ પણ પીગળ્યા. રે સિડેન્ટની 83


સૂચનાથી ઠાકોરસાહે બે જ ે વચનભંગ કર્યો તેને લીધે મને થયેલા ક્લેશના તેઓ સાક્ષી હતા. કસ્તૂરબાઈ રાજકોટની દીકરી ગણાય, એટલે તેને અંતરનો અવાજ સંભળાયો. રાજકોટની દીકરીઓ રાજ્યના પુરુષો અને સ્ત્રીઓની આઝાદી માટે ઝૂઝતી હોય તે વખતે મારાથી શાંત ન જ બેસી રહે વાય એમ તેને લાગ્યું. તેનામાં એક ગુણ બહુ મોટો હતો. દરે ક હિં દુ પત્નીમાં ઓછાવત્તા પ્રમાણમાં તે હોય છે જ. ગમે કે ન ગમે અથવા જાણ્યેઅજાણ્યે પણ મારે પગલે ચાલવામાં એ ધન્યતા અનુભવતી. બા બહુ જ આગ્રહી સ્વભાવની બાઈ હતી. નાનપણમાં હં ુ એને જક્કીપણું ગણતો. પણ આ આગ્રહી સ્વભાવે તેને તદ્દન અજાણતાં અહિં સક અસહકારની કળા અને અમલમાં એને મારી ગુરુ બનાવી. પહે લાં અનેક વખત કારાવાસ ભોગવેલો હોવા છતાં આ વખતનો (૧૯૪૨– ૪૪) કારાવાસ તેને જરાય ગમ્યો ન હતો, જોકે આ વખતે શારીરિક સુખસગવડોની કશી જ કમી નહોતી. મારી પોતાની અને સાથે સાથે થયેલી બીજાં અનેકની ધરપકડને લીધે અને પછી તરત જ કરવામાં આવેલી એની પોતાની ધરપકડથી એને જબરો આઘાત લાગ્યો, અને એનામાં બહુ કડવાશ આવી ગઈ. મારી ધરપકડ માટે તે જરા પણ તૈયાર નહોતી. મેં એને ખાતરી આપેલી કે સરકારને મારી અહિં સા ઉપર વિશ્વાસ છે અને હં ુ પોતે પકડાવાની પેરવી ન કરું ત્યાં સુધી તેઓ મને પકડશે નહીં. આ આઘાત એટલો ભારે હતો કે, પકડાયા પછી તેને સખત ઝાડા થઈ ગયા અને ડૉ. સુશીલા નય્યર જ ે એની સાથે જ પકડાઈ હતી તેણે એ

84

સંજોગોમાં શક્ય એટલી સારવાર ન કરી હોત તો અટકાયતીની છાવણીમાં અમારો મેળાપ થતાં પહે લાં જ તે ગુજરી ગઈ હોત. ત્યાં મારા સહવાસથી તેને બહુ આસાએશ મળી અને કંઈ પણ દવા વગર એના ઝાડા મટી ગયા, પણ હૃદયમાં વ્યાપેલી કડવાશની લાગણી નાબૂદ થઈ નહીં. એમાંથી ઉકળાટ અને ખિજવાટ નીપજ્યાં, જ ેને પરિણામે બહુ ધીમે ધીમે કષ્ટાઈ કષ્ટાઈને દેહ પડ્યો. આવી તીવ્ર વેદનામાંથી એ છૂટે એ ઇચ્છાએ, તેની ખાતર, જલદી તેના દેહનો અંત આવે એમ જોકે હં ુ ઇચ્છતો, છતાં આજ ે એની ખોટ મેં ધાર્યું હતું તે કરતાં અતિ ઘણી વધારે હં ુ અનુભવી રહ્યો છુ .ં અમે સાધારણ કરતાં અનોખાં દંપતી હતાં. અમારું જીવન સંતોષી, સુખી અને સદા ઊર્ધ્વગામી હતું. આ ચાલુ લડત વખતે પણ બા પકડાયાં ત્યારથી આગાખાન મહે લની બધી હકીકત સુશીલાબહે ને આપી છે, એટલે એની પણ અહીં પુનરુક્તિ નથી કરી. બાની આ બધી સાર્વજનિક પ્રવૃત્તિઓ ઉપરથી ચોખ્ખું દેખાય છે કે એવી પ્રવૃત્તિઓ કરવા માટે અથવા લોકસેવા કરવા માટે ખરી આવશ્યકતા, વિદ્વત્તાની નહીં પણ જનતા પ્રત્યેના પ્રેમની અને મૂળ વસ્તુ શી કરવા જ ેવી છે એ વિશેની સાદીસીધી સમજની છે. બાને ગુજરાતી કે હિં દીમાં ભાષણ કરવા માટે પણ અક્ષરજ્ઞાનનો અભાવ કદી નડ્યો નથી. ઊલટુ ં સીધી વાત કરવાથી તેઓ વધારે અસર ઉપજાવી શક્યાં છે. ઉપર તેમનાં થોડાં નિવેદનો આપ્યાં છે. પણ એ નિવેદનો કરતાં બા જ્યારે મોઢેથી ભાષણ કરતાં ત્યારે તેની વધારે અસર થતી. [અમારાં બામાંથી]

[ માર્ચ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


સુકન્યા કસ્તૂરબાઈથી રાષ્ટ્રમાતા સુધીની જીવનસફર ઃ બા ઃ મહાત્માનાં અધા�ગિની

ગાંધીજીના

પૌત્ર અને કર્મશીલ ડૉ. અરુણ ગાંધી [બીજા નંબરના પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર] અને તેમનાં પત્ની સુનંદા ગાંધી દ્વારા કસ્તૂરબા વિશે મૂળ અંગ્રેજીમાં લખાયેલા જીવનચરિત્ર The Untold Story of Kasturbaૹ Wife of Mahatma Gandhi નો ગુજરાતી અનુવાદ એટલે બાૹ મહાત્માનાં અર્ધાંગિની. આ જીવનચરિત્રના અનુવાદક સોનલ પરીખ વ્યવસાયે લેખિકા અને અનુવાદક હોવા ઉપરાંત બાપુના વંશજ [મોટા પુત્ર હરિલાલનાં પુત્રી રામીબહે નના દોહિત્રી] પણ હોવાના કારણે અનુવાદમાં પ્રાણ પુરાયો હોય તેવી અનુભૂતિ થાય છે. પુસ્તકમાં કોઈ કાલ્પનિક ચર્ચાઓ કે અર્થઘટનો નથી પણ તેમનાં દ્વારા જ ે પ્રવૃત્તિઓ થઈ તેનો દસ્તાવેજી ચિતાર આપ્યો છે. કસ્તૂરબા વિશે ગુજરાતીમાં નાની પુસ્તિકા કે કેટલાંક પુસ્તકોમાં સ્વતંત્ર પ્રકરણો વાંચવાના થયા હોય પણ તેમનાં આખા જીવનચરિત્ર રૂપે આ પહે લું પુસ્તક છે એ રીતે પણ તેનું મહત્ત્વ ઓછુ ં નથી. શ્રીમંત અને સંસ્કારી એવા પિતા ગોકળદાસ અને માતા વ્રજકુંવરબાની કૂ ખે જન્મેલી કસ્તૂરના મનમાં બાળપણથી જ આદર્શ નારીના સંસ્કારો દૃઢ થયેલા. પણ આ ઢીંગલી જ ેવી કન્યા કસ્તૂર અને ગાંધી પરિવારની પુત્રવધૂ કસ્તૂરબાઈની જીવનશૈલીમાં ઘણો ફરક હતો. તેમ છતાં તેઓ ખૂબ સરળતાથી નવા વાતાવરણમાં ગોઠવાઈ ગયાં હતાં. નાનીમોટી બાૹ મહાત્માનાં અર્ધાંગિની લે.ૹ અરુણ ગાંધી અનુ.ૹ સોનલ પરીખ પ્રકાશકૹ નવજીવન પ્રકાશન મંદિર પ્રથમ આવૃત્તિ ૹ 2016 પેપર બૅક સાઇઝૹ 5.5" × 8.5" ISBNૹ 978 – 81 – 7229 – 718 – 3 પાનાંૹ 272 • ૱ 200

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૯ ]

પુનઃ પુસ્તક પરિચય

ભરતીઓટ—ચઢાવઉતારને એક જવાબદારી સમજી જીવનની નાવ સંભાળી. બાનું ભણતર નહિવત્ પણ ગણતર ઉચ્ચકક્ષાનું હતું તેનો અનુભવ ડગલે ને પગલે થયા વિના રહે તો નથી. બાળપણથી લઈ સાંસારિક જીવન, બાપુનું જાહે રજીવન, બાપુની ગેરહાજરીમાં કરવાનાં થતાં કાર્યો જ ે બાહોશી અને દૃઢતાપૂર્વક બાએ કર્યાં તેનો વિસ્તૃત ખ્યાલ પુસ્તકમાંથી મળી રહે છે. કોઈ પવિત્ર ચરિત્ર વાંચતાં હોઈએ એવું લાગતું આ પુસ્તક ગાંધીજી અને કસ્તૂરબાની સંયુક્ત જીવનકથા સમું બની રહે છે. અને તેમાં આવતાં નાનાંમોટાં ચરિત્રો કે જ ેઓ બા-બાપુનાં કાર્યોમાં કેવી રીતે ઉપયોગી થયાં તે પણ આપણી સમક્ષ જીવંત થયાં છે. જ ે લોકો ગાંધીયુગમાં જીવ્યા તે તો સદ્ભાગી હતા પણ જ ેઓ આ યુગમાં નથી જીવી શક્યા તેઓને આવાં પુસ્તકો ગાંધીયુગની ઝાંખી કરાવે છે. ૨૭૦ જ ેટલાં પૃષ્ઠો અને ૨૮ પ્રકરણમાં વહેં ચાયેલું આ પુસ્તક સરળ શૈલી અને સુરીલી ભાષા સાથે તટસ્થભાવે લખાયેલું છે. કસ્તૂરબાનાં ધૈર્ય, સહનશીલતા, સ્વાવલંબી, સ્વાભિમાની સ્વભાવની વાતો જ ે અત્યાર સુધી ક્યાંય જાણવા-વાંચવામાં નથી આવી તેને પુસ્તકમાં આવરી લેવામાં આવી છે. કસ્તૂરબાના વાત્સલ્યની વ્યાપકતા અને કર્તુત્વ સમાંતરે જાય છે. નવી પેઢીને આ પુસ્તકમાંથી ઘણું જાણવા-શીખવા મળશે. આજ ે દેશ અને દુનિયામાં લગ્ન, દાંપત્યજીવન અને સ્ત્રીપુરુષના સંબંધો કોઈ પણ સંજોગોવશાત્ જ ે વિકટ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે એ રીતે પણ આ પુસ્તક આગામી પેઢી માટે ઉપયોગી બની રહે એવું છે. સતીષ શામળદાન ચારણ Emailૹ sscharan_aaa@yahoo.co.in

85


પ્રયાણ આરંભતાં પહે લાં મહાદેવ દેસાઈ “છાપાંમાં અનેક ગપગોળા આવે છે તેવો એક ગપગોળો એ આવ્યો હતો કે સવિનય કાનૂનભંગ હં ુ મીઠાવેરો ન આપીને શરૂ કરવાનો છુ .ં એ ગોળો ઉડાડનારને બિચારાને ખબર નહોતી કે મીઠાવેરો એટલી બધી ચતુરાઈથી યોજવામાં આવ્યો છે કે સહે લાઈથી એ ન ભરવાનું બની શકે એમ નથી” ગાંધીજીએ દાંડીકૂ ચના દસ દિવસ અગાઉ नवजीवनના અંકમાં આ વાત લખી છે. ગાંધીજી પાસે પહોંચીને પણ કેટલીક અસમંજસ ખબરપત્રીઓને રહે તી હતી; તે અર્થે મહાદેવ દેસાઈએ કૂ ચ આરં ભાય એ અગાઉ પ્રશ્નોત્તરીરૂપે આ સાર આપ્યો હતો. દાંડીકૂ ચને ૮૯ વર્ષ થવાં જઈ રહ્યાં છે ત્યારે તે પ્રશ્નોત્તરીના સંપાદિત અંશ અહીં રજૂ કર્યા છે.

શબ્દોથી હું મોહાતો નથી પ્ર૰ આપ કઈ જાતનું રાજતંત્ર માગો છો? ઉ૰ જ ે તંત્ર પ્રજાની ઇચ્છાને વશ વર્તે અને તેનો અમલ કરે તે. પ્ર૰ આપને પ્રજાકીય તંત્ર જોઈએ ના? ઉ૰ એનું નામ હં ુ નહીં પાડુ;ં કારણ નામોનો મને મોહ નથી, અને તંત્રના રૂપ કે આકાર વિશે મને પડી નથી. પ્ર૰ પણ એની નીતિરીતિ વિશે તો હશે ને? ઉ૰ એ વિશે તો અવશ્ય. મને નથી પડી તે તો એ તંત્રના આકાર વિશે. પ્ર૰ ત્યારે તો રાજાસત્તાક વિશે આપને વાંધો નહીં હોય? ઉ૰ મેં કહી જ દીધું છે કે મારો નામની સાથે ઝઘડો નથી. પ્ર૰ ત્યારે આપનું પ્રજાકીય તંત્ર કેવા પ્રકારનું હશે? ઉ૰ મને તેની ખબર નથી; મને તો એની નીતિમાં જ રસ છે. અને નીતિ એટલે પ્રજાની ઇચ્છાને પહોંચી વળવાનો સાધનમાર્ગ. એ સાધન બે જ હોઈ શકે; એક દગો, છળકપટ અને હિં સા; બીજુ ં અહિં સા અને સત્ય. દગામાં હિં સા આવી જ જાય છે, અહિં સામાં એને સ્થાન નથી. પ્ર૰ ત્યારે અહિં સા સાથે દગોફટકો ન હોય? ઉ૰ ના; નહીં જ હોય. દગોફટકો એ જ એક જાતની 86

હિં સા છે. પ્ર૰ પણ મેં તો અહિં સા સાથે દગોફટકો ભાળ્યો છે. ચીન દુનિયાના એક શાંતમાં શાંત દેશ હોવાની ખ્યાતિ પામ્યું છે. એના દગાફટકાની વાતો કરવા બેસું તો આપને કંપારી છૂટે. ઉ૰ ફરી કહી દઉં કે શબ્દો મને આંજતા નથી. પ્રજા તરીકે ચીનાઓ જગતમાં શાંતમાં શાંત પ્રજા છે. પણ તેમનામાં દગોફટકો હોય જ તો તે શાંતિ સાચી નહીં હોય, સ્વેચ્છાપૂર્વકની નહીં હોય. મારા કાર્યમાં દ્વેષ ન દેખાતો હોય છતાં દિલમાં તે ભરે લો હોય, તો હિં સક તો કહે વાઉં જ. હં ુ જ ે અહિં સા અને શાંતિની વાત કરું છુ ં તે તો હૃદયબળની પ્રસાદી છે. એ શાંતિ, એ અહિં સા મારામાં હોય તો વેરઝેર હોય જ નહીં. હિં સા માત્ર કાયિક જ હોય એમ નથી. હં ુ તો દરે કના હૃદયમાં ઘૂંટડો ઉતારવા માગું છુ ં કે કાયિક, વાચિક કે માનસિક હિં સાથી મારે હિં દને મારે સ્વરાજ નથી મેળવવું. એ શક્ય છે કે અશક્ય છે એ નોખો સવાલ થયો. અત્યારે મારે માટે આટલું બસ થશે; જ ે માણસ વ્યૂહ ઘડી કાઢે અને પ્રજાને દોરે તે અણિશુદ્ધ હોવો જોઈએ, તેનામાં અહિં સા અને સત્ય હોવાં જોઈએ. અહિં સા આપોઆપ કામ કરે છે, કૃ ત્રિમ રીતે પરપ્રેરણાથી કામ નથી કરતી. આથી જ, [ માર્ચ ૨૦૧૯] नवजीवनનો અક્ષરદેહ


અહિં સાની મારી યોજના પાર ઉતારવા માટે મેં મહાસભાની કાર્યવાહક સમિતિ પાસેથી અબાધિત સત્તા માગી લીધી. વિદેશી માલનો બહિષ્કાર વિ. સવિનય ભંગ પ્ર૰ ગાંધીજી! આપને નથી લાગતું કે પરદેશી માલનો બહિષ્કાર એ સવિનય કાનૂનભંગ કરતાં વધારે અસરકારક થાત? ઉ૰ અનેક વર્ષો ઉપર પરદેશી માલના બહિષ્કારની ઠાલી બૂમ મેં સાંભળી હતી, અને મેં એને બદલે વિદેશી વસ્ત્રબહિષ્કાર મૂક્યો. એની કંઈ અસર થઈ, પણ તમામ વિદેશી માલના બહિષ્કારની તો કશી જ અસર નથી પડી. પ્ર૰ મને લાગે છે કે બંગાળમાં બ્રિટિશ માલનો બહિષ્કાર ઠીક સફળ થયો હતો, પણ બીજા પ્રાંતોએ એને ઉપાડી ન લીધો. ઉ૰ ના, એ તૂટી પડ્યો. અમદાવાદ અને મુંબઈની મિલોએ ભળતું જ કાપડ મોકલી દેશને દગો દીધો, અને જો શુદ્ધ મિલનું કાપડ મોકલ્યું તો તેના દમ બાંધીને ભાવ લીધા. પ્ર૰ મારું કહે વું પણ એમ જ છે. આ વસ્તુને પૂરી ગંભીરતાથી અજમાવવામાં આવી નહોતી. ઉ૰ એમ જ હોય તો તો લોકો એનો અખતરો કરી જોવા તૈયાર નહોતા એમ થયું. મારી વાત પૂછો તો તો મને એ વસ્તુમાં વિશ્વાસ જ નહોતો, એટલે હં ુ એને શી રીતે ટેકો આપી શકું? પ્ર૰ પણ સવિનય કાનૂનભંગ કરતાં વિદેશી વસ્ત્ર બહિષ્કાર કરવો વધારે સહે લો નથી? ઉ૰ ના; વધારે મુશ્કેલ છે. વિદેશી વસ્ત્રબહિષ્કારમાં ૩૦ કરોડ પ્રજાનો સહકાર જોઈએ, જ્યારે સવિનય કાનૂનભંગમાં તો દશ હજાર તેજસ્વી સ્ત્રીપુરુષો નીકળી આવે તો બેડો પાર થાય. પ્ર૰ એ કેવી રીતે? એ બધાને જ ેલમાં પૂરવામાં આવશે એટલે થઈ રહ્યું. नवजीवनનો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૯]

ઉ૰ એ બાજી ખેલી જુ એ તો ખરા. આ લોકોની અપેક્ષા કરતાં પહે લાં સરકારે એમને ફાંસીએ લટકાવવા પડશે. આ માણસો સાચા અને ટેકવાળા હશે તો ઠેઠ સુધી સરકારને પજવ્યા જ કરશે. પ્ર૰ જ ેલમાં પણ? ઉ૰ વાત તો એ છે કે સરકાર એમને લાંબો વખત જ ેલમાં નહીં રાખી શકે. સાચું કહીએ તો ૧૯૨૧માં આપણી પાસે ૫,૦૦૦ પણ શુદ્ધ સત્યાગ્રહીઓ નહોતા. રાજદ્વારી કેદીમાત્ર સવિનય કાનૂનભંગી હોય જ એમ નથી. ખુનામરકીનું જોખમ પ્ર૰ આપની ચળવળને પરિણામે ખુનામરકી ન થાય? ઉ૰ થાય; બાકી, મારો પ્રયત્ન તો હિં સાને રોકવાનો જ છે. અત્યારે હં ુ કલ્પી રહ્યો છુ ં તેવી અહિં સાત્મક હિલચાલ ન હોય તો દેશનો આ તંત્રના સામેનો વિરોધ ખુનામરકીમાં જ પરિણમે. મારી લડત એ વિરોધને સાચે માર્ગે વાળવાની   છ.ે પ્ર૰ હા; મેં સાંભળ્યું છે ખરું કે આપ હિં સાને રોકવાને માટે જ આ લડત માંડી રહ્યા છો. ઉ૰ એ તો એક કારણ થયું પણ એ જ એક કારણે મેં આ લડતનો આરં ભ નથી કર્યો. મારી પાસે તો આથી પણ વધારે સબળ કારણ છે, અને તે એ કે અહિં સાએ જો પોતાનું પોતાપણું સાબિત કરવું જ હોય તો તે આજ ે જ કરી શકે એમ છે. કેટલેક ઠેકાણે અહિં સાને નિષ્ક્રિય અને નામર્દોના સાધન તરીકે ઓળખવામાં આવે છે તે ખ્યાલને ખોટો પાડવો જ રહ્યો. અને અત્યંત અસરકારક રીતે એનો અમલ થાય ત્યારે તો બહારનાં ઘાતક વિઘ્નો છતાં એ એનું કામ કર્યે જશે. અહિં સાનો સ્વભાવ જ એવો છે કે આ બધા બાહ્ય અંતરાયો તેની આગળ પીગળી જશે. બીજી બાજુ જોશું તો દગો અને રાગદ્વેષ જ ેવા આંતરિક અંતરાયો 87


આ હિલચાલને ઘાતક નીવડશે. અત્યાર સુધી હં ુ કહે તો હતો : ‘હિં સાનાં બળો ઉપર મને કાબૂ મેળવવા દો.’ હવે મને લાગે છે કે અહિં સાને પૂરી રીતે અમલમાં મૂકીને જ આ હિં સાનાં બળો ઉપર હં ુ કાબૂ મેળવી શકીશ. પણ લોકો મને કહે છે : ‘ઇતિહાસનું હિં દમાંયે પુનરાવર્તન થશે.’ એ થવાનું જ હોય તો ભલે થતું. આથી કંઈ મારે મારી લડત પડતી મૂકવી ન જ જોઈએ. જો તેમ કરું તો હં ુ કાયરતાના દોષને પાત્ર થાઉં. હિં સા ઉપર રચાયેલી આ સરકાર સાથે મારે જીવસાટે લડવું જ જોઈએ. એમ કરીને જ ે અરાજક ગુપ્ત ખુનામરકી ચાલી રહી છે તે ઉપર કાબૂ મેળવી શકીશ. સાચી અને આપોઆપ કામ કરતી અહિં સાનો જ્યારે પ્રયોગ થશે ત્યારે જનતા અવશ્ય પોતાનો પુરુષાર્થ બતાવશે. ચમત્કાર પ્ર૰ પણ આપ ગિરફતાર થશો એટલે લડત આપના હાથમાં નહીં હશે તે? ઉ૰ દક્ષિણ આફ્રિકામાં લડતના પાછલા ભાગમાં ખૂબ ચેતન આવ્યું હતું તે કંઈ મારે લીધે નહોતું આવ્યું; લડત મારા હાથમાં ત્યારે નહોતી જ. હજારોએ અંતરની ઊર્મિથી લડતમાં ઝુકાવ્યું. મેં તો એમનાં મોં સરખાં જોયાં નહોતાં. એમને ઓળખતો તો હં ુ ક્યાંથી જ હોઉં? તેમને લાગ્યું કે જોડાવું જ પડશે, અને તેઓ જોડાયા. કદાચ તેમણે મારું નામ સાંભળ્યું હશે. આંખના પલકારામાં તેમને ઠસી ગયું કે લડત તેમના છૂટકારા માટેની હતી. તેમને એટલી ખાતરી થઈ હતી કે આ એક માણસ ત્રણ પાઉન્ડના કર માટે ઝૂઝી મરવા તૈયાર હતો. અને તેમણે ઝંપલાવ્યું. તેમની સામે કેવીકેવી મુશ્કેલીઓ હતી? તેમની ખાણોનાં કેદખાનાં બન્યાં. 88

રાતદિવસ એમના ઉપર જુ લમ ગુજારી રહે લાઓ એમના દરોગા થયા. તેઓ જાણતા હતા કે તેમના ઉપર રૌરવ નરકના જુ લમ ઊતરશે. છતાં તેઓ ડગ્યા નહીં, ખચકાયા નહીં. એ તો એક ચમત્કાર હતો. આખરી ફેં સલો પ્ર૰ પણ આ લડતથી દેશમાં વધારે તડાં નહીં પડે? ઉ૰ મને એવો ભો નથી. જ ેમ હિં સાનાં બળો કાબૂ તળે લાવી શકાશે તેમ કુ સપં નાં બળો વિશે પણ છે. પણ ભય તો બીજો છે : હિં સાવાળો પક્ષ મારી વિનંતીઓને ન માને, અને જનતા આંધળિયાં કરે . હં ુ આશાવાદી છુ ,ં મનુષ્ય સ્વભાવમાં મારી અતૂટ શ્રદ્ધા છે. બનવાજોગ છે કે આ શેખચલ્લીના વિચારો હોય. પણ કોઈ પણ સરદાર આવનારી બધી આફતોની ગણતરી કરી શકતો નથી. મારે માટે તો આ આખરી ફેં સલો છે. લડત કાંઈ મારે માગ્યે નથી આવી. હં ુ તો મારી ઘણી નામરજી છતાં કલકત્તા ખેંચાયો હતો. મારે વળી સમાધાનીમાં પડવું પડ્યું. કાંઈ નૈતિક સિદ્ધાંતનો વાંધો નહોતો એટલે વળી મારે બે વર્ષને બદલે એક વર્ષ કરવું પડ્યું, લાહોરમાં લગભગ દરે ક ઠરાવ મારે વિચારવો પડ્યો અને ઘડવો પડ્યો. ત્યાં હિં સા અને અહિં સાની બાજી ચાલી રહી હતી, અને છેવટે મને લાગ્યું કે અહિં સાનો હિં સા ઉપર વિજય થયો. આ મુહૂર્ત કહે વાય? પ્ર૰ આપે પહે લાં કહ્યું હતું કે સવિનય ભંગ માટે મુહૂર્ત નથી હજી. આજ ે એવું તે શું થયું છે કે આપે આપનો વિચાર ફે રવ્યો છે? ઉ૰ મને ખાતરી છે કે મુહૂર્ત આવી ચૂક્યું છે. કારણ કહં ુ ? બહારનું તો ખાસ કંઈ નથી બન્યું, પણ મારા મનમાં જ ે ગડમથલ ચાલી રહી હતી અને [ માર્ચ ૨૦૧૯] नवजीवनનો અક્ષરદેહ


પ્ર૰ ઉ૰

પ્ર૰ ઉ૰

જ ે મને અત્યાર સુધી રોકતી હતી તે હવે શમી ગઈ છે. મને હવે પાકી ખાતરી છે કે લડતનો સમય બરોબર આવ્યો છે; અરે , ક્યારનો થઈ ગયો   છ.ે ત્યારે એ અંતરની ગડમથલ શી હતી? તમે જાણો છો કે હં ુ અહિં સાને દૃષ્ટિમાં રાખીને જ બધી પેરવી કરતો હતો. પણ વધતી જતી હિં સાની સામે મારે એ વિચારને વર્તનમાં કેવી રીતે મૂકવો એ મને સૂઝતું નહોતું. હવે મને દીવા જ ેવું સાફ દેખાય છે કે આજ ે મેં લીધેલા માર્ગથી હં ુ ખુનામરકીનું જોખમ હળવું કરું છુ .ં આપને ખાતરી છે કે મીઠાની લડત આપને જ ેલ અપાવશે? એ વિશે મને કશી શંકા નથી. એ કેટલો વખત લેશે એ હં ુ ન કહી શકું. પણ લોકો ધારતા હશે તેથી વહે લું એ આવશે. મને લાગે છે કે કટોકટીનો મામલો આવી પહોંચશે, અને પરિણામે યોગ્ય પરિષદ ભરાશે. એ પરિષદ ગોળમેજી ન હોય, પણ ચતુષ્કોણ મેજી હશે; તેમાં હાજર રહે નાર દરે ક સભ્યને પોતે ક્યાં છે તેનું સંપૂર્ણ ભાન હશે. પરિષદની ચોક્કસ રે ખા શી હશે તે હં ુ અત્યારે કહી શકતો નથી. પણ એ પરિષદ સમોવડિયાઓની હશે, અને તેમાં તેઓ હિં દમાં સ્વાતંત્ર્ય બંધારણ સ્થાપવા માટેનાં સાધનો શોધવા એકસાથે વિચાર કરશે.

વાઇસરૉયની મુલાકાત વિશે પ્ર૰ આપને પૂરી ખાતરી છે કે આપે એ પગલું લીધું ત્યારે આપ જુ વાનિયાઓના વિચારથી દોરવાયા નહોતા? ઉ૰ ના; જરાય નહીં. ગોળમેજી પરિષદ વિશે મેં કઈ લાંબી આશા રાખી જ નહોતી. મારાથી જવાય એટલો દૂર હં ુ ગયો. પણ મેં તો આ મૂળ મુદ્દા ઉપર જ ભાર મૂક્યો હતો : હિં દુસ્તાનને नवजीवनનો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૯]

સારુ ‘ડુમિનિયન સ્ટેટસ’ની યોજના ઘડવાને માટે જ પરિષદ હોય. વાઇસરૉયે જો આની ‘હા’ કહી હોત, તો મેં ખુશીથી એમને બીજા મુદ્દાઓની ચર્ચા કરવા દીધી હોત. પ્ર૰ ત્યારે એ યોજના થોડા વર્ષ પછી અમલમાં આવત તો આપને વાંધો નહોતો? ઉ૰ જો એ યોજનાનો અમલ લાંબે સમયે થવાનો હોત તો તો મેં તેને ફગવી દીધી હોત. પણ વાઇસરૉય સાથેની મુલાકાત વિશે આપણે વાત ન કરીએ. લોકોને એ વિશે કોઈ દિવસ વધુ ખબર પડશે. હં ુ તમને ખાતરી આપું છુ ં કે ‘ડુમિનિયન સ્ટેટસ’ની સાચી યોજના ઘડવાનો ત્યાં પ્રશ્ન જ નહોતો. અગિયાર માગણીઓ પ્ર૰ હવે આપની જાણીતી અગિયાર માગણીઓ વિશે. ધારો કે એમાંની કેટલીક કબૂલ કરવામાં આવે તો આપ સમાધાન કરો? ઉ૰ કેટલીક મુખ્ય માગણીઓ સ્વીકારવામાં આવે અને બાકીની માગણીઓ વિશે વચન આપવામાં આવે કે તે વહે લામાં વહે લી તકે સ્વીકારાશે તો પરિષદ વિશે હં ુ વિચાર કરું . પરં તુ આ બધી માગણીઓનું ન્યાયીપણું સ્વીકારવું જ જોઈએ. તમે સંમત થશો કે આ માગણીઓમાં નવું કંઈ નથી. ઠેઠ દાદાભાઈ નવરોજીના જમાનાથી એમાંની ઘણી માગણીઓ મુકાતી આવી છે. પ્ર૰ ધારો કે દીવાની અને લશ્કરી ખર્ચને ઘટાડવાની આપની માગણી મંજૂર રાખવામાં આવે તો એ એમની ‘શુદ્ધ દાનત’નો પુરાવો ન ગણાય? ઉ૰ તો હં ુ મારી સ્થિતિનો ગંભીરપણે ફરીથી વિચાર કરું ખરો. પણ આ બધું એ માગણીઓ કેવા ભાવથી મંજૂર રખાય છે તેના ઉપર આધાર રાખે છે. (नवजीवन, ૨૩ માર્ચ ૧૯૩૦) 89


કાશ્મીરની બદલાતી સ્થિતિ અને યુદ્ધ અંગે ગાંધીજીના વિચારો આચાર્ય કૃ પાલાની અનુ. નગીનદાસ પારે ખ કોઈ પ્રશ્નનો કાયમી ઉકેલ ત્યારે જ સંભવે જ્યારે જ ે-તે પ્રશ્ન વિશે તથ્યો અને હકીકતને સૂક્ષ્મતાથી તપાસવામાં આવે. કાશ્મીર જ ેવા પ્રશ્નોમાં તો આ તપાસ વધુ સઘન રીતે થવી જોઈએ. કાશ્મીરની જમીન પર જ ે થઈ રહ્યું છે, તેનાં મૂળિયાં આઝાદીકાળથી રોપાયેલાં છે અને તે સમસ્યા કેવી રીતે વિસ્તરી તેનો ટૂ કં ાણમાં ઇતિહાસ ગાંધીવિચારના ભાષ્યકાર આચાર્ય કૃ પાલાનીએ ગાંધીશતાબ્દી વેળાએ પ્રકાશિત થયેલાં ‘ગાંધીજી : જીવન અને વિચાર’ પુસ્તકમાં આપ્યો છે. આ ઇતિહાસનું લેખન વર્તમાન સમયને અનુલક્ષીને તપાસવા જ ેવું છે. આ ઉપરાંત, અત્યારે જ ે રીતે યુદ્ધની ચર્ચા થઈ રહી છે, તે અંગે ગાંધીજીનો દૃષ્ટિકોણ શું રહ્યો છે, તે તેમણે જાતે જ यंग इन्डियाમાં લખ્યું હતું. આ બંને લેખ સાંપ્રત સ્થિતિને અનુલક્ષીને પ્રસ્તુત છે…

…કાશ્મીરમાં મારું કામ મુશ્કેલ હતું. દીવાન મુલાકાત ગોઠવી શક્યાં. અમે મહારાજાની પાછળ [રામચંદ્ર] કાક એક અંગ્રેજ બાઈને પરણેલો હતો. તે સતત બ્રિટિશ રે સિડેન્સીમાં આંટાફે રા કરતી હતી. મોટા ભાગના અમલદારો કાશ્મીરી પંડિતો હતા. તેમને એ વાત ગળે ઉતારવી મુશ્કેલ હતી કે તેમનું અને બહુમતી મુસ્લિમ વસ્તીનું હિત એક હતું. કાકનો પોતાનો મોટો ભાઈ હિં દુ મહાસભાવાદી હતો. દીવાનની હાજરી વગર મહારાજા [હરીસિંઘ] સાથે મળવાનું ગોઠવી શકાય એમ નહોતું. મુસ્લિમ વસ્તી ઉશ્કેરાયેલી હતી. તેઓ મહારાજા ગાદીત્યાગ કરે એવું માગતા હતા. શ્રીનગરની મુખ્ય મસ્જિદમાં મેં એક ભરચક સભાને સંબોધી. મારી વાત તેમને સમજાઈ. બીજી એક સભામાં મેં ચળવળિયાઓને “ડોગરા ચાલ્યા જાઓ” એવા નારા લગાવવા માટે ઠપકો આપ્યો. મેં કહ્યું કે મહારાજા કંઈ પરદેશી નથી; એ પણ આ રાજ્યના જ છે. વળી કૉંગ્રેસની નીતિ પણ દેશી રાજાઓને દૂર કરવાની નથી પણ તેમને લોકશાહી તંત્રમાં બંધારણીય વડા બનાવવાની છે. ત્રણ જ દિવસમાં મહારાજા જમ્મુ ચાલ્યા ગયા. અમે તેમનાં પવિત્ર મહારાણી મારફતે તેમની સાથે 90

પાછળ જમ્મુ ગયાં. તેમણે અમને જમવા નિમંત્ર્યાં અને ભોજન પછી તેમણે મને એકલાને એકાંતમાં મળવાની ભલમનસાઈ બતાવી. હં ુ ધારું છુ ં કે રાજકીય કામે ગયેલો કોઈ માણસ મહારાજાને કાકની હાજરી વગર મળ્યો હોય એવો આ પહે લો જ પ્રસંગ હતો. મેં શેખને છોડી દેવાની માગણી કરી. મેં તેમને એમ પણ કહ્યું કે જો તમે અત્યારે હિં દી સંઘમાં નહીં જોડાઓ તો પાછળથી મુશ્કેલીમાં મુકાશો. મારી વાત તેમણે ધ્યાનથી સાંભળી. શેખ અબદુલ્લા વિશે તેમણે એમ કહ્યું કે એ હં મેશાં તકલીફ ઊભી કરે છે અને એને છોડી નહીં શકાય. હિં દી સંઘમાં જોડાવાની બાબતમાં તેમણે આમ કે તેમ બંધાવાનું ટાળ્યું. મેં મારી મુલાકાતનો હે વાલ ગાંધીજીને આપ્યો. જવાહરલાલને મારી કાશ્મીરની મુલાકાત દરમિયાન શું બન્યું એની પૃચ્છા કરવાની ફુરસદ નહોતી. જોકે હં ુ તો પ્રમુખ તરીકે એમણે અધૂરું મૂકેલું કામ જ પૂરું કરતો હતો. એમને તો કાશ્મીરમાં દાખલ થતાં જ મહારાજાએ પકડી લીધા હતા અને [ માર્ચ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


વાઇસરૉય વચ્ચે પડ્યા ત્યારે દિલ્હીમાં ચાલતી વાટાઘાટો માટે છોડ્યા હતા. આ ગાંધીજીને કારણે બન્યું હતું. મૌલાનાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે તેમ તેમને કારણે નહીં. પાછળથી શેખ અબદુલ્લાએ અને બક્ષીએ બંનેએ એવી રજૂ આત કરી હતી કે મારી મુલાકાતથી લોકોની લડતને લાભને બદલે હાનિ જ થઈ હતી. “ડોગરા ચાલ્યા જાઓ”ના નારા લગાવવા માટે મેં ઠપકો આપ્યો હતો એ જ ેમને ગમ્યું નહોતું તેમના કહે વાથી એમણે આમ કર્યું હતું. તે વખતે કૉંગ્રેસની નીતિ એવી હતી કે દેશી રાજાઓ બંધારણીય વડા તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખે. શેખ અબદુલ્લા અને બક્ષી બંને ત્યાં નહોતા; શેખ જ ેલમાં હતા અને બક્ષી રાજ્યની બહાર હતા. બક્ષીને કાશ્મીર જવા દેવામાં આવતા નહોતા, અથવા કદાચ એમ પણ બને, કે એ ત્યાં જવા ઇચ્છતા નહોતા. જવાહરલાલે મને પૂછ્યા વગર જ એમનું કહ્યું માની લીધું. થોડા સમય પછી, ગાંધીજીએ કાશ્મીર જવા માટે ૧૯૪૭ના જુ લાઈની ૩૦મીએ દિલ્હી છોડ્યું. તેઓ ૧લી ઑગસ્ટની સાંજ ે શ્રીનગર પહોંચ્યા અને ત્રણ દિવસ ત્યાં રહ્યા. એ દરમિયાન બધી જ જાતના મત ધરાવતા લોકો તેમને મળવા આવ્યા. શ્રીનગરમાં હતા ત્યારે એઓ મહારાજા, મહારાણી અને દીવાન કાકને પણ મળ્યા. ૪થી ઑગસ્ટે એઓ જમ્મુ આવીને કાર્યકર્તાઓનાં અને વિદ્યાર્થીઓનાં એક પ્રતિનિધિમંડળને મળ્યા. દિલ્હી પાછા ફરતાં રસ્તામાં એઓ વાહની શરણાર્થી છાવણીમાં રોકાયા અને ત્યાં પંજાબમાંના હિં દુ શરણાર્થીઓને તેમણે સંબોધ્યા. પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું કે બ્રિટિશની સર્વોપરીતાનો અંત આવે ત્યાર પછી કાશ્મીરે કાં તો હિં દી સંઘમાં જોડાવું પડશે અથવા પાકિસ્તાનમાં જોડાવું પડશે. તેમનો પોતાનો नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૯]

અભિપ્રાય એવો હતો કે મહારાજા અને હિં દુસ્તાનપાકિસ્તાન વચ્ચેના સંબંધની બાબતમાં કાશ્મીરના લોકોની ઇચ્છા જ અંતિમ નિર્ણાયક થવી જોઈએ. અહીં આપણે કાશ્મીરની બદલાતી જતી પરિસ્થિતિ અને હિં દી સરકારના તેને લગતા પ્રત્યાઘાતો વિશે ગાંધીજીએ જુ દે જુ દે વખતે વ્યક્ત કરે લા વિચારો નોંધતા જઈએ એ ઠીક છે. કાશ્મીર ભારત સાથે જોડાયું ત્યાર પછી ૨૯મી ઑક્ટોબરની પ્રાર્થનાસભામાં ગાંધીજીએ એમ કહ્યું હતું કે સંકટમાં આવી પડેલા મહારાજાએ ભારત સાથે જોડાવાની ઇચ્છા દર્શાવી છે તો ગવર્નર-જનરલ તેનો પહે લેથી અસ્વીકાર કરી ન શકે. તેમણે શેખ અબદુલ્લાને વડા પ્રધાન નીમવા માટે મહારાજાની પ્રશંસા કરી. નવેમ્બરની બીજીએ તેમણે કહ્યું કે હં ુ એવા નિર્ણય ઉપર આવ્યા વગર રહી શકતો નથી કે પાકિસ્તાન સરકાર કાશ્મીર ઉપરની ચડાઈને સીધી રીતે ઉત્તેજન આપે છે. આફતમાં આવી પડેલાં કાશ્મીરને મદદ મોકલવાના નેહરુ સરકારના કાર્યનો તેમણે બચાવ કર્યો. કાશ્મીર ઉપર પાકિસ્તાને કરે લાં આક્રમણનો પ્રશ્ન યુનોને સોંપાયા પછી કેટલાક માણસો જમ્મુ અને કાશ્મીરના રાજ્યના ભાગલા પાડવાના વિચારનો પ્રચાર કરતા હતા તેને તેમણે વખોડી કાઢ્યો. તેમણે કહ્યું : “હિં દી સંઘ અને પાકિસ્તાન પોતાના ઝઘડાના નિકાલ માટે હં મેશાં ત્રીજા પક્ષ ઉપર જ આધાર રાખ્યા કરવાનાં છે? તેઓ ક્યાં સુધી લડ્યા કરશે? હિં દુસ્તાનના બે ભાગલા પડ્યા એ જ ઘણું છે. જ ે દેશને ઈશ્વરે એક બનાવ્યો છે તેના માણસ ભાગલા પાડી શકે એ વાત અશક્ય છે એમ લાગવું જોઈતું હતું. … પણ એનો અર્થ એવો નથી કે ભાગલાની પ્રક્રિયા આગળ ચલાવવી. … કાશ્મીરના જો ભાગલા પાડવાના હોય તો બીજાં રાજ્યોના કેમ ન પાડવા? એનો અંત ક્યાં આવશે? …” તેમણે વધુમાં કહ્યું : 91


“પાકિસ્તાને જો લાયક રાજ્ય બનવું હોય તો પાકિસ્તાનના અને ભારત સંઘના પ્રતિનિધિઓએ ભેગા બેસીને કાશ્મીરના પ્રશ્નનો ચર્ચાવિચારણા કરીને ઉકેલ લાવવો જોઈએ; બીજી અનેક બાબતોનો તેમણે એ રીતે નિકાલ આણ્યો છે. જો તેઓ એમ કરી શકે તેમ ન હોય તો તેઓ પોતામાંથી સારા અને સાચા માણસોને પસંદ કરીને તેમના કહ્યા પ્રમાણે કેમ નથી ચાલતા? એ રસ્તે પહે લું પગલું ભૂતકાળની ભૂલો ખુલ્લી રીતે અને નિખાલસપણે કબૂલી લેવી એ છે.” ૪થી જાન્યુઆરીએ ફરી કાશ્મીર વિશે બોલતાં તેમણે જણાવ્યું કે, “દુઃખની વાત છે કે લોકો બે રાજ્યો વચ્ચે યુદ્ધની સંભાવનાની વાતો કરે છે.” ગાંધીજીએ કહ્યું કે “ભારત સંઘે યુનો આગળ કરે લી રજૂ આતની અને કાશ્મીર ઉપર હુમલાખોરોએ કરે લાં આક્રમણમાં પાકિસ્તાનનો હાથ છે એ આક્ષેપની સચ્ચાઈ વિશે પાકિસ્તાન સરકારે વાંધો ઉઠાવ્યો છે એ જોઈને હં ુ આભો બની ગયો છુ .ં કેવળ ઇનકાર કરવાથી કશું નહીં વળે, કાશ્મીરે જ્યારે મદદ માગી ત્યારે તેની મદદે જવું એ ભારતનું કર્તવ્ય હતું. …” આગળ જતાં તેમણે જણાવ્યું, “હિં દુઓએ અને મુસલમાનોએ બંનેએ ઘાતકી કૃ ત્યો કર્યાં છે, ભયંકર ભૂલો કરી છે, પણ એનો અર્થ એવો નથી કે ગાંડપણની આ હરીફાઈ ચાલુ રહે વી જોઈએ અને અંતે યુદ્ધ થવું જોઈએ. યુદ્ધથી તો બંને રાજ્યો ત્રીજી જ સત્તાનાં તાબેદાર બની જશે. એના જ ેવું દુર્ભાગ્ય બીજુ ં કયું હોય?” આથી ગાંધીજીએ “ભાઈચારા અને સદ્ભાવ” માટે વિનંતી કરી અને જણાવ્યું કે “તો જ ભારત

સંઘે યુનો આગળ કરે લી રજૂ આત માનભેર પાછી ખેંચી લઈ શકાય.” કદાચ યુનો પણ એ વધાવી લેત. ખરી વાત એ છે કે “ગાંધીજી હિં દ-પાકિસ્તાન વચ્ચેનો કોઈ ઝઘડો બહારની સંસ્થા આગળ લઈ જવા માગતા જ નહોતા. એ રીતે તો “વાંદરાનો ન્યાય” જ મળી શકે. અનેક વાર ઇનકાર અને ગલ્લાંતલ્લાં કર્યાં પછી પાકિસ્તાનને આખરે એમ કબૂલ કરવું પડ્યું કે એનાં લશ્કરે કાશ્મીર ઉપરનાં આક્રમણમાં ભાગ લીધો હતો અને યુનોના કમિશને પોતાનો ચુકાદો નોંધ્યો છે કે “કાશ્મીરની ભૂમિ ઉપર પાકિસ્તાને ભારતના સાર્વભૌમત્વનો ભંગ કર્યો છે.” તેમ છતાં ગાંધીજીએ “વાંદરાના ન્યાય”ની જ ે આગાહી કરી હતી તે સાચી પડી, કારણ, યુનોએ પોતાના ચુકાદા છતાં પાકિસ્તાનને “આક્રમણખોર” કહે વાની ના પાડી. ઘણી વખત એવું પૂછવામાં આવે છે કે, અહિં સાના પૂજારી હોવા છતાં ગાંધીજીએ કાશ્મીરના બચાવ માટે લશ્કર મોકલવામાં આવ્યું તેનો બચાવ શા માટે કર્યો? ગાંધીજી અહિં સામાં માનનાર કોઈ સરકારને સલાહ નહોતા આપતા. એ સરકાર તો પોતાનાં કાયદેસરનાં હિતોની રક્ષા માટે લશ્કર રાખતી હતી. આ દાખલામાં તો એ હિતોમાં બ્રિટિશ પાર્લમેન્ટે નક્કી કરે લી શરતો મુજબ ભારત સાથે જોડાયેલાં કાશ્મીરના બચાવનો પણ સમાવેશ થઈ જ જાય છે. કાશ્મીરનો બચાવ ન કર્યો હોત તો તે પોતાની ફરજ ચૂક્યા બરાબર અને કાયરતાનું કૃ ત્ય ગણાત. જોકે ગાંધીજી એમ માનતા હતા કે અહિં સા એ ચડિયાતો માર્ગ છે, તેમ છતાં અન્યાય અને જુ લમને તાબે થવા કરતાં કોઈ સારાં કાર્યના બચાવમાં કરે લી હિં સા પણ સારી. 

92

[ માર્ચ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


યુદ્ધ વિશે મારું વલણ l

મો. ક. ગાંધી

ईवलूशन નામના ફ્રેંચ સામયિકમાં રે વરં ડ બી. દ. લિગ્ટે મને એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રનું

ભાષાંતર કરી મોકલવાની સજ્જનતા એમણે દાખવી છે. બોઅર યુદ્ધ અને પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લેવા માટે સદરહુ પત્રમાં મારી કડક ટીકા કરવામાં આવી છે, અને અહિં સાની દૃષ્ટિએ મારા આ વર્તનનો ખુલાસો માગ્યો છે. આ પ્રશ્ન બીજા મિત્રોએ પણ પૂછ્યો છે, ને મેં यंग इन्डियाમાં એનો ખુલાસો પણ ઘણી વાર કરે લો છે. કેવળ અહિં સાના ગજથી માપતાં મારાં વર્તન માટે કશો બચાવ નથી. ઘવાયેલાઓની સેવાનું કામ કરનારાઓ અને વિનાશક શસ્ત્રો વાપરનારાઓ વચ્ચે હં ુ કશો ભેદ જોતો નથી. બંને યુદ્ધમાં ભાગ લે છે અને તેનાં કાર્યને આગળ ધપાવે છે. બંને યુદ્ધનો ગુનો કરવાવાળા છે. પરં તુ આટલાં વરસનાં આત્મનિરીક્ષણ પછી પણ મને લાગે છે કે, હં ુ જ ે સંજોગોમાં હતો તે જોતાં, બોઅર યુદ્ધ વખતે, યુરોપના મહાયુદ્ધ વખતે અને ૧૯૦૬ની સાલના નાતાલના કહે વાતા ઝૂલુ ‘બળવા’ વખતે પણ મેં લીધેલો માર્ગ લેવાની મારી ફરજ હતી. જીવનનું નિયમન અનેક બળો કરે છે. માણસ પોતાની કાર્યદિશા કોઈ એક સર્વસામાન્ય સિદ્ધાંતની રાહે કરાવી શકતો હોય, અને એ સિદ્ધાંત એવો સરળ હોય કે, અમુક પ્રસંગે તેનો અમલ કરવા માટે એક ક્ષણનો પણ વિચાર કરવાની જરૂર ન રહે , તો જીવનયાત્રા સુગમ બની જાય. પણ જ ેને વિશે નિર્ણય એટલી સહે લાઈથી કરી શકાય એવું એક પણ કાર્ય હં ુ યાદ કરી શકતો નથી. હં ુ પાકો યુદ્ધનિષેધક હોવાથી, વિનાશકારી શસ્ત્રોની તાલીમ લેવાની તકો મને મળી હોવા છતાં મેં કદી પણ તેમનો લાભ લીધો નથી. કદાચ એ રીતે જ, હં ુ માનવવધના દોષમાંથી ઊગરી ગયો છુ .ં પરં તુ શસ્ત્રબળના પાયા પર રચાયેલાં રાજ્યતંત્ર નીચે હં ુ જ્યાં સુધી રહે તો હોઉં તથા તેણે મારે માટે નિર્માણ કરે લી અનેક સુખસગવડો તથા હકોની હં ુ સ્વેચ્છાએ ઉપભોગ કરતો હોઉં, ત્યાં સુધી એ રાજયની સરકાર કોઈ યુદ્ધમાં સંડોવાઈ હોય, તો મારે યથાશક્તિ તેને મદદ કરવી જોઈએ. હા, એ સરકાર સાથે મેં અસહકાર કર્યો હોય અને તેના દ્વારા મને મળતા હકોની મારાથી બની શકે એટલા પ્રમાણમાં વધુમાં વધુ ત્યાગ કર્યો હોય તો જુ દી વાત છે. એક દાખલો આખું : હં ુ એવી એક સંસ્થાનો સભ્ય છુ ,ં જ ેની થોડા એકર જમીન પર પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને એ પાકને વાંદરાં ગમે ત્યારે આવીને વણસાડે એવું જોખમ છે. હં ુ જીવમાત્રને પવિત્ર માનું અને તેથી વાંદરાઓને કશી પણ ઈજા કરવી એને હં ુ અહિં સાનો ભંગ લેખું છુ .ં પરં તુ પાક બચાવવા માટે વાંદરા પર હુમલો કરવા પ્રેરાવાને તથા દોરવણી આપવાને હં ુ અચકાઉ નહી. આવો દોષ કરવાપણું ટાળી શકાય તો મને ગમે. પણ એ સંસ્થા છોડી દઈને અથવા તેને વિખેરી નાખીને જ હં ુ એ વસ્તુ ટાળી શકું. પરં તુ હં ુ એમ કરતો નથી, કારણ કે, જ્યાં ખેતીવાડી ન હોય અને તેથી સ્વલ્પ અંશે પણ હિં સા માટે અવકાશ ન હોય એવો સમાજ મળવાની હં ુ આશા રાખતો નથી. તેથી પાપભીરુ બનીને નમ્રતાપૂર્વક અને તિતિક્ષાથી હં ુ વાંદરા પર ગુજારવામાં આવતી ઈજામાં ભાગ લઉં — એવી આશાથી કે, नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૯]

93


કોક દિવસ એમાંથી નીકળવાનો માર્ગ મળી રહે શે. એ જ ભાવનાથી પ્રેરાઈને યુદ્ધના ઉપર ગણાવેલા ત્રણ પ્રસંગોમાં મેં ભાગ લીધો હતો. જ ે સમાજનો હં ુ છુ ં તેની સાથેનો મારો સંબંધ હં ુ તોડી શકતો નહોતો. એમ કરવું એ મારે માટે ગાંડપણ ગણાય. અને એ ત્રણ પ્રસંગોએ બ્રિટિશ સરકાર સાથે અસહકાર કરવાનો વિચાર સરખો મારા મનમાં નહોતો. સરકાર સાથેની મારી આજની સ્થિતિ સર્વથા ભિન્ન છે અને તેથી તેનાં યુદ્ધોમાં સ્વેચ્છાએ મારે ભાગ લેવો ન જોઈએ તથા શસ્ત્ર ધારણ કરવાની અથવા લશ્કરી કામગીરીમાં બીજી કોઈ રીતે ભાગ લેવાની મને બળજબરીથી ફરજ પાડવામાં આવે તો મારે જ ેલ વહોરવાનુ કે ફાંસીએ ચડવાનું પણ જોખમ ખેડવું જોઈએ. પણ એથીયે કોયડાનો ઉકેલ આવતો નથી. રાષ્ટ્રીય સરકાર હોત તો, કોઈ પણ યુદ્ધમાં મારે સીધો ભાગ તો ન જ લેવો જોઈએ એ ખરું , પરં તુ હં ુ એવા પ્રસંગો કલ્પી શકું જ્યારે , લશ્કરી તાલીમ લેવા ઇચ્છનારાઓને તે આપવાના પક્ષમાં મત આપવાનો મારો ધર્મ થઈ પડે; કેમ કે તેના બધા સભ્યો અહિં સાને વિશે મારા જ ેટલી શ્રદ્ધા ધરાવતા નથી, એ હં ુ જાણું છુ .ં કોઈ પણ વ્યક્તિને કે સમાજને બળાત્કારે અહિં સક ન બનાવી શકાય. અહિં સા બહુ ગૂઢ રીતે કામ કરે છે. અહિં સાની દૃષ્ટિથી તપાસવા બેસીએ તો ઘણી વાર માણસનાં કાર્યોમાં કશી સમજ પડતી નથી. એ જ રીતે, ઘણી વાર એમ પણ બને છે કે, માણસનાં કાર્યો હિં સક દેખાય અને છતાં તે અહિં સાના શ્રેષ્ઠ અર્થમાં સર્વથા અહિં સક હોય અને પાછળથી એવું પુરવાર પણ થાય. આમ હોવાથી, મારાં વર્તન વિશે હં ુ એટલો દાવો કરી શકું કે, ઉપરના પ્રસંગોએ મારું આચરણ અહિં સાના હિતની દૃષ્ટિથી પ્રેરાઈને કરવામાં આવ્યું હતું. તેમાં રાષ્ટ્રના કે અન્ય કોઈ ક્ષુદ્ર હિતનો વિચાર નહોતો. કોઈ બીજા હિતને ભોગે રાષ્ટ્રનું કે બીજુ ં કોઈ હિત સાધવામાં હં ુ માનતો નથી. મારી દલીલ આથી આગળ લઈ જવાની જરૂર નથી. પોતાના વિચારો સંપૂર્ણ રીતે દર્શાવવા માટે ભાષા આખરે કંગાળ વાહન છે. અહિં સા મારે માટે કેવળ ફિલસૂફીનો સિદ્ધાંત નથી. એ મારા જીવનનો નિયંતા અને પ્રાણ છે. હં ુ જાણું છુ ં કે હં ુ ઘણી વાર નિષ્ફળ નીવડુ ં છુ  ં — કેટલીક વાર સજાણપણે, પણ મોટે ભાગે અજાણપણે. એ બુદ્ધિના નહીં પણ હદૃયના ક્ષેત્રની બાબત છે. એમાં સાચી દોરવણી સતત ઈશ્વરની ઉપાસનાથી, અપાર નમ્રતા અને સ્વાર્પણથી, પોતાની જાતનું બલિદાન આપવાને સદૈવ તૈયાર રહે વાથી મળે છે. એનાં પાલન માટે સર્વોચ્ચ કક્ષાની નિર્ભયતા અને હિં મત જોઈએ. પરં તુ મારાં અંતરમાં બળતી જ્યોત સ્પષ્ટ અને અચળ છે. સત્ય અને અહિં સા વિના આપણામાંના કોઈનોયે ઉગારો નથી. યુદ્ધ ખોટુ ં છે, હડહડતું પાપ છે, એ છુ ં જાણું છુ .ં માણસને યુદ્ધનો રસ્તો છોડ્યા વગર છૂટકો નથી એ પણ હં ુ જાણું છુ .ં લોહી રે ડીને કે કૂ ડકપટથી મેળવેલી સ્વતંત્રતા એ સ્વતંત્રતા નથી, એ પણ હં ુ દૃઢપણે માનું છુ .ં મારું કોઈ પણ કાર્ય અહિં સાને ક્ષતિ પહોંચાડનારું લેખવામાં આવે, હં ુ કદી પણ, કોઈ પણ જાતનાં કે રૂપનાં હિં સા કે અસત્યનો પક્ષકાર લેખાઉં, તેના કરતાં તો, મારે નામે ચડાવાતાં કામોનો બચાવ ન થાય એ બહે તર છે. અહિં સા અને સત્ય એ જ આપણો જીવનસિદ્ધાંત છે, નહીં હિં સા, નહીં અસત્ય. [ગાં. અ. ૩૭  : ૨૮૮-૯૦]

94

[ માર્ચ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


માનસ-નવજીવન કથા ગાંધીજીનું અને કસ્તૂરબાનું આ સાર્ધશતાબ્દી વર્ષ છે; સાથે નવજીવનની શતાબ્દીનો પણ આરં ભ

થયો છે. ગાંધીજી સાથે જોડાયેલાં કાર્યોની ઊજવણી આમવર્ગની ઉન્નતિથી જ આરં ભાય અને પૂર્ણ થઈ શકે. અંત્યોદયના આ વિચારના પ્રચાર-પ્રસારનું કાર્ય નવજીવન તેના સ્થાપનાકાળથી કરી રહ્યું છે અને ગાંધીસાહિત્ય લોકસુલભ બને તેને અનુલક્ષીને વિધવિધ પ્રયાસો પણ આદરે છે. સાર્ધશતાબ્દીના આ વર્ષે ગાંધીસાહિત્યના પ્રચારને વધુ વેગ મળે તે અર્થે નવજીવન દ્વારા અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે ‘માનસ-નવજીવન’[૨૩, ફે બ્રુઆરીથી ૩ માર્ચ સુધી] કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. માનસકથા વિશેષ રીતે કસ્તૂરબાના સ્મરણાર્થે યોજાઈ હતી. કથાના પ્રથમ દિવસે નવજીવન ટ્રસ્ટના ચેરમેન શ્રી ધીરૂભાઈ મહે તા તથા અન્ય મહે માનગણ દ્વારા દિપપ્રાગટ્યથી કથાનો આરં ભ થયો હતો. બીજા દિવસે નવજીવનના નવી દિશામાં થઈ રહે લાં કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ મધ્યસ્થ જ ેલના બંદીવાનોએ સ્ટેજ પરથી ગાંધીજીને પ્રિય ભજનોના સૂર રે લાવ્યા હતા. ઉપરાંત બંદીવાનોએ જ તૈયાર કરે લું ‘સાદ’ સામયિકનું પણ વિમોચન મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. માનસકથાના નવેનવ દિવસ દરમિયાન ગાંધી-કસ્તૂરબા કેન્દ્રમાં રાખીને વક્તવ્ય અને અન્ય કાર્યક્રમો વિશેષ રીતે યોજવામાં આવ્યા હતા; જ ેમાં જાણીતા પત્રકાર દીપક સોલિયા, જાણીતાં કોલમિસ્ટ કાજલ ઓઝા વૈદ્ય, ભદ્રાયુ વચ્છરાજાની અને ભાગ્યેશ જ્હા જ ેવાં નામોનો સમાવેશ થતો હતો. માનસકથામાં રોજ ેરોજ રાજ્યના અગ્રગણ્ય લોકોનીયે ઉપસ્થિતિ રહી હતી. કથા દરમિયાન નવજીવનના કેટલાંક પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું, જ ેમાં ગુણવંત શાહ લિખિત क्रांतिपुरुष गांधी અને મુકુલ કલાર્થીના સ્મૃતિ સંપુટના ૧૯ પુસ્તકો સમાવિષ્ટ છે. કસ્તૂરબા-ગાંધીજીના સાર્ધશતાબ્દીના ઉપક્રમે યોજાયેલી આ માનસકથાની તસવીરી ઝલક અહીં રજૂ કરીએ છીએ.

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૯]

95


નવજીવનના ચેરમેન ધીરૂભાઈ મહે તા અને અન્ય અતિથિગણ દ્વારા દીપપ્રાગટ્ય દ્વારા કથાનો આરં ભ થયો હતો. (મધ્યમાં ધીરૂભાઈ મહે તા)

નવજીવન પ્રકાશિત ગુણવંત શાહ લિખિત क्रांतिपुरुष गांधी પુસ્તકનું વિમોચન નવજીવનના મેનેજિગ ં ટ્રસ્ટી વિવેક દેસાઈની ઉપસ્થિતિમાં મોરારિબાપુના હસ્તે થયું હતું.

કથાના બીજા દિવસે અમદાવાદ મધ્યસ્થ જ ેલના બંદીવાનોએ ગાંધીજીને પ્રિય એવાં ભજનનાં સૂર રે લાવ્યા હતા. 96

[ માર્ચ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


બંદીવોનો દ્વારા તૈયાર કરવામાં આવેલાં ‘સાદ’ સામયિકનું મોરારિબાપુના હસ્તે વિમોચન

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૯]

97


ગાંધીજી અને સ્ત્રીઓ

મીલી ગ્રૅહામ પોલાક

દક્ષિણ આફ્રિકામાં હિં દીઓના પક્ષે જ ે થોડાંક ગોરા હતા, તેમાંનું એક પોલોક દંપતી પણ હતું. દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન ગાંધીજી સાથે તેમનો ગાઢ પરિચય રહ્યો હતો. આ પરિચયના પરિણામે જ મીલી ગ્રેહામ પોલોકે ‘Mr. Gandhi : The Man’ [અનુ. ગાંધીજીના જીવનપ્રસંગ] પુસ્તક આપ્યું. મીલી પોલોકે ગાંધીજી વિશે જ ે લખ્યું છે તેમાંનો એક વિષય ગાંધીજી અને સ્ત્રીઓ વિશેનો પણ છે. થોડાં જ શબ્દોમાં મીલી પોલોકે મૂકી આપેલી આ વાત મહિલા દિન નિમિત્તે(૮ માર્ચ) પ્રસ્તુત જણાય છે.

ઘણીખરી સ્ત્રીઓ પુરુષોને ચાહે છે તે તેમનામાં પ્રકારની ઇચ્છાને સંતોષવી એ પ્રેમપૂર્વક સેવા કરવાનો જ ેને સામાન્ય રીતે પુરુષના ગુણ ગણવામાં આવે છે તે હોય છે તેને લીધે. પણ મહાત્મા ગાંધી પ્રત્યે ઘણી સ્ત્રીઓ પ્રેમ ધરાવે છે તે તેમના સ્ત્રીસહજ ગુણોને લીધે — ભારે શ્રદ્ધા, ભારે હિમ્મત, ભારે એકનિષ્ઠા, ભારે ધીરજ, ભારે કોમળતા, ને ભારે સહૃદયતા વગેરે જ ે ગુણો સામાન્યપણે સ્ત્રીઓમાં હોય એવા મનાય છે તેને લીધે. સ્ત્રીઓ કળી શકી છે કે ગાંધીજી પોતાના સહયાત્રી છે; જ ે રસ્તા પર પોતે મુસાફરી કરી રહી છે તે જ રસ્તે તેઓ પણ ચાલીને આગળ નીકળી ગયા છે; અને સ્ત્રીઓ પ્રત્યે ઊંડો, શુદ્ધ, ને સર્વથા નિર્વિકાર એવો પ્રેમ તેઓ ધરાવી શકે છે. સર્વ પ્રકારની સ્ત્રીઓ સંકટ અને મૂઝ ં વણને પ્રસંગે તેમની પાસે ગઈ છે; અને સ્ત્રીઓના જીવનનો એકેય પ્રશ્ન એવો નથી જ ે તેમની ઇચ્છા હોય તો તેઓ ગાંધીજીની સાથે પૂરેપરૂ ી છૂટથી, ને કશા પણ અંતરપટ વિના, ચર્ચી ન શકી હોય. એમને એટલી ધારણ હતી કે ગાંધીજી તેમની મુસીબતોનો કંઈક ઉકેલ સુઝાડશે, ને તેમને ચાલવાનો રસ્તો અતિશય વિકટ નથી એમ દેખાડી આપશે. પ્રેમને ખાતર બૂરું કામ કરવાનું સ્ત્રીને માટે કેટલું સહે લું હોય છે એ તેઓ સમજતા દેખાય છે; એ કામની પાછળ જ ે આત્મસમર્પણની ભાવના રહે લી છે તેના પ્રત્યે તેમને સમભાવ છે; છતાં એવા કામને તેઓ વિનાસંકોચે વખોડી શકે છે, અને બતાવી શકે છે કે પ્રિયજનની ઊંચામાં ઊંચી કોટિની ઇચ્છા સિવાય બીજા કોઈ પણ 98

રસ્તો નથી. પોતાના પતિના અતિશય બૂરા કામમાં પોતાને સંમત થવું પડ્યું હોય તેને લીધે બહુ જ દુઃખી થયેલી કોઈ બહે ન ગાંધીજી પાસે આવી હોય, એવા ઘણા પ્રસંગો મારી જાણમાં છે. મહાત્માજીએ એની મુશ્કેલી પ્રત્યે સમભાવ બતાવ્યો છે; પોતાના પતિના બૂરા કામનું વર્ણન પોતાની આગળ કરવું એવી સૂચના સરખી કદી નથી કરી; પણ પતિની પાસે તેનું વર્તન સુધરાવવા માટે પોતાનો બધો જ પ્રેમ ને બધી જ સ્ત્રીશક્તિ વાપરવાની એ બહે નને સલાહ આપી છે. તેમણે પોતે તો તપસ્વીનો માર્ગ સ્વીકાર્યો છે; પણ જ ે માણસો તપ ત્યાગના અતિ શીતળ ને આકરા માર્ગ પર ચાલી નથી શકતાં તેમને માટે તેમણે હં મશ ે ાં ઉદારતાપૂર્વક છૂટ મૂકી છે, એ હં ુ જાણું છુ .ં તેમની સાથે ચર્ચા કરનારી કોઈ બહે નને સુખસગવડ અને શણગાર જરૂરના લાગ્યા હોય તો એવી બહે નને ગાંધીજી પોતાનું ચાલે તો એ વસ્તુઓ આપે પણ ખરા; પણ સાથેસાથે તેઓ એ બહે નને એમ પણ સમજાવે કે ખરી સુદં રતા એ તો આત્માની સુદં રતા છે, ને તેણે જગતની વસ્તુઓને પોતાની માની તેમાં જ રચ્યાપચ્યા રહે વું યોગ્ય નથી. આટલી બધી સ્ત્રીઓ, પોતાની પાસે પુષ્કળ સંપત્તિ હોવા છતાં, તેની બહાર ઊભી શકે છે, ને તેનાથી અલિપ્ત રહી શકે છે, એ વસ્તુ કેટલીકવાર તેમના ધ્યાનમાં બરાબર આવી નથી. ઘણીવાર તો એ વસ્તુઓ છોડી દેવાનો પ્રસંગ આવે છે ત્યાં સુધી સ્ત્રીને પોતાને પણ પોતાની એ [ માર્ચ ૨૦૧૯] नवजीवनનો અક્ષરદેહ


શક્તિનું ભાન હોતું નથી. એવો પ્રસંગ આવે ત્યારે તેને ખબર પડે છે કે એ આભૂષણો ને શણગારનો એને મન બહુ જ ઓછો અર્થ છે, ને એ કંઈ જીવનની સૌથી અગત્યની વસ્તુ નથી. મહાત્માજી નાના બાળકને હાથમાં લઈ ઓરડામાં આંટા મારતા હોય; લગભગ અજાણતાં પણ, સ્ત્રી કરે છે એવી જ રીતે, બાળકને છાનું રાખવા મથતા હોય; અને સાથેસાથે રાજકારણ, કોમી કલહ કે ફિલસૂફીના વિકટ ને અટપટા પ્રશ્નો વિશે અત્યંત સ્પષ્ટતાથી ચર્ચા કરતા હોય; એવું દક્ષિણ આફ્રિકામાં ઘણીવાર બનતુ.ં એમને એવી રીતે ફરતા ને વાતો કરતા હં ુ કલ્પનામાં ઘણીવાર જોઉં છુ .ં બાળકો સ્વયંસ્ફૂર્તિથી એમના સ્વભાવનું આ લક્ષણ જાણી જતાં. પોતાને જોઈએ છે તે શાંતિ ને આનંદ ત્યાં મળશે તેઓ તેમની એવી ખાતરીથી પાસે પહોંચી જતાં. બાળપણ વટાવી ગયેલાં કિશોર કિશોરીઓનાં મનમાં પરસ્પરવિરોધી લાગણીઓ સંગ્રામ કરી રહી હોય; તેઓ સ્વતંત્રતા મેળવવા ને અંતરની લાગણીઓ પ્રગટ કરવા મથી રહ્યાં હોય, ને તેમનાં મન વિકાસ પામતાં હોય. એવાં કિશોર વયનાં છોકરા છોકરીઓ કરતાં નાનાં બાળકો જોડે કામ લેવું ગાંધીજીને સહે લું પડતું એમ કેટલીક રીતે મને લાગ્યું છે. વ્યક્તિના જીવનનો વિકાસ ચાલી રહ્યો હોય એવે વખતે કેવાં પ્રબળ વાવાઝોડાં બુદ્ધિને ઉખાડીને ફેં કી દે છે, એ તેઓ સહે લાઈથી ન સમજી શકતા. ને દુર્ભાગ્યે એવો પ્રસંગ ક્યારેક બનતો ને કોઈ યુવક યુવતી તેમને છેતરતાં, ત્યારે યૌવનકાળના માનસમાં કેવી અજબ જટિલતા ને પરસ્પરવિરોધી લાગણીઓ હોય છે એ તેઓ, પોતાની સાવ સરળ સાદાઈને લીધે, ન સમજી શકતા. જ ે સીધે રસ્તે ચાલવું યોગ્ય છે એ રસ્તો તેમને પોતાને એટલો સ્પષ્ટ દેખાતો, કે જ ે વરસોમાં વ્યક્તિ બાળપણ છોડીને પ્રૌઢ વયમાં પ્રવેશ કરે છે તે વરસોમાં દેખાતા વિવિધ સ્વભાવની સાથે કામ લેવામાં તેમને કંઈક મુશ્કેલી પડતી એમ દેખાતુ.ં પણ પુરુષ કે સ્ત્રી પ્રૌઢ વય પ્રાપ્ત કરે એટલે ફરી પાછુ ં મહાત્માજીને માટે 99

તેની સાથે સમાગમ ને સમભાવ સાધવાનું સહે લું થઈ પડતુ;ં ને તે બંને તેઓ પૂરેપરૂ ા સાધી શકતા. દક્ષિણ આફ્રિકાના સમયનાં અનેક ચિત્રોમાંનું બીજુ ં એક ચિત્ર મારા મન આગળ સ્પષ્ટપણે ખડુ ં થાય છે. તે ફિનિક્સ આશ્રમના આરં ભકાળનું છે. મહાત્માજી એ વખતે બ્રહ્મચર્યને વિશે ચોક્કસ વિચારો પર આવ્યા હતા. એ વિષય પર તેમણે બહુ જ નિશ્ચયપૂર્વક લખ્યું ને કહ્યું હતું. પૃથ્વી પર મનુષ્યજીવન ચાલુ રહે વાને વિશે મારે એમની સાથે અનેકવાર ચર્ચા થઈ હતી. એકવાર તો મેં એમ પણ કહે લું કે, ‘ઈશ્વરે સ્ત્રીપુરુષનાં હૃદયમાં વાસના ને અાકર્ષણ મૂક્યાં છે એ ખોટુ ં જ કર્યું હોવું જોઈએ. કેમ કે એ સ્ત્રીપુરુષો જો તમારો સિદ્ધાંત સ્વીકારે ને તેને અનુસરે તો ઈશ્વર સૃષ્ટિ દ્વારા પોતાનો જ ે આવિર્ભાવ કરે છે તે તો બંધ જ થઈ જાય. ઈશ્વરે સૃષ્ટિમાં મનુષ્યના સર્જનને માટે જ ે રીત ઠરાવેલી છે તેનો ત્યાગ કરવો એ કંઈ વિકાસ પામેલી માનવજાતિનું ધ્યેય નથી. એમાં સંયમ રાખવો એ તેનું ધ્યેય છે ખરું .’ આ વાતચીત પછી થોડા જ વખતમાં ફિનિક્સ આશ્રમની એક બહે ને બાળકને જન્મ આપ્યો. બે ત્રણ દિવસ પછી મારા પતિ ને હં ુ ફિનિક્સ ગયાં ત્યારે મેં જાણીજોઈને એ વિશે વાત ન કાઢી. મને લાગ્યું કે મહાત્માજી કદાચ એ બનાવથી નારાજ થયા હશે. થોડી વાર પછી, બીજી બધી વાતો કરી રહ્યા બાદ, તેમણે આશ્ચર્યથી કહ્યું : ‘તમે પેલાં મા ને બાળક વિશે તો પૂછ્યું જ નથી. તમારે એમને જોવાં નથી શું?’ પછી તો તેઓ અમારી સાથે બાળકને જોવા આવ્યા; ને તેમણે માતાની સાથે શાંતિ ને આનંદથી વાતો કરી. ત્યારે હં ુ પલકવારમાં સમજી ગઈ કે, જ ેમ સ્ત્રી કરે છે તે જ પ્રમાણે, ગાંધીજી પણ તાત્ત્વિક સિદ્ધાંતો અને મનુષ્યની જરૂરિયાતો ને લાગણીઓ એ બે વચ્ચે ભેદ પાડે છે. [‘પુણ્યશ્લોક ગાંધીજી’માંથી] [ માર્ચ ૨૦૧૯] नवजीवनનો અક્ષરદેહ


ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી – ૩ ડૉ. રં જના હરીશ

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી વિષયક ૧૮૭૫ની આસપાસ જન્મેલી. આમ ગાંધી વિચારનો આ લેખમાળાનો ત્રીજો મણકો એટલે એક એવી આત્મકથા લેખિકા કે જ ે અન્યથી સાવ ભિન્ન છે. મેં કરે લ સંશોધનના આધારે ૧૯૨૧થી ૧૯૯૧ દરમિયાન ભારતીય સ્ત્રીઓ દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલી આત્મકથાઓની કુ લ સંખ્યા ત્રેવીસ છે. આ ત્રેવીસ આત્મકથાઓમાંથી બાવીસ આત્મકથાઓમાં સ્ત્રીના ‘સ્વ’ની પરિભાષા તથા નેરેટિવ ટેકનિક સ્ત્રી લેખનના પરિમાણો પ્રમાણે છે. આ બધી સ્ત્રીઓના ‘સ્વ’ની વ્યાખ્યામાં ક્યાંય ‘કેપિટલ આઈ’ આવતો નથી. તો વળી આ સઘળી લેખિકાઓની આત્મકથાના કેન્દ્રમાં તે પોતે તથા પોતાના અનુભવોને મૂકવાને બદલે પિતૃસત્તાક સમાજની અપેક્ષાઓ કે કોઈ એક વિશેષ પુરુષને સ્થાપિત કરે છે. વિજયાલક્ષ્મી પંડિત, દુર્ગાબાઈ દેશમુખ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય જ ેવી અત્યંત સફળ તથા પદ્મવિભૂષણ જ ેવું સમ્માન પ્રાપ્ત કરનાર સ્ત્રીઓ પણ એમ જ કરે છે. ૭૦ વર્ષના સુદીર્ઘ સમયપટ પર ભારતમાં અંગ્રેજી ભાષામાં પોતાની આત્મકથા લખનાર તથા પ્રકાશિત કરનાર કુ લ ત્રેવીસ સ્ત્રીઓમાંથી એંસી ટકા જ ેટલી સ્ત્રીઓ ૧૯૦૦થી ૧૯૧૦ દરમિયાન જન્મેલી. અન્ય બેએક શૈલબાલા દાસ 100

પ્રભાવ તે પેઢીની સ્ત્રીઓ પર હોય તે સ્વાભાવિક છે. કમલા દાસ, કૃ ષ્ણા હઠીસિંગ, રે ણુકા રે , તારા અલી બેગ જ ેવી મહદંશની આત્મકથા લેખિકાઓના લેખનમાં ગાંધીજીની હાજરી તથા ગાંધી જીવન મૂલ્યો વિશેની સભાનતા સતત વર્તાય છે; જ ેની વાત આગળના લેખોમાં થઈ છે. તો વળી આ ત્રેવીસમાંથી ‘દ ગર્લ ઇન બૉમ્બે’ની લેખિકા ઈશ્વાની સુદ, ‘દ સીટી ઑફ ટુ ગેટવેઝ’ની લેખિકા સાવિત્રી નંદા, કે ‘બિયોન્ડ દ જંગલ’ની લેખિકા સીતા રત્નમાલની આત્મકથાઓમાં સમસામયિક રાજકીય સભાનતાનો સમૂળગો અભાવ હોઈ સ્વતંત્રતા આંદોલન કે ગાંધીજીનો ઉલ્લેખ માત્ર ન હોય તે પણ સમજી શકાય તેમ છે. પરં તુ આ સઘળી આત્મકથા લેખિકાઓમાં ઓરિસ્સા પ્રાંતનાં કર્મઠ રાજકીય નેતા તથા પૂર્વ મંત્રી તેમ જ સ્વતંત્ર ભારતનાં સાંસદ એવાં શૈલબાલા દાસની વર્ષ ૧૯૫૬માં કટકથી પ્રકાશિત આત્મકથા ‘અ લૂક બિફોર એન્ડ આફટર’ નોખી તરી આવે છે. આ આત્મકથાની પ્રથમ વિશેષતા છે તેની આગવા પ્રકારની કથનશૈલી. બીજી વિશેષતા છે તેમાં પ્રબળ મુખર ‘સ્વ’નું કેન્દ્રસ્થાને હોવું અને ત્રીજી વિશેષતા છે ગાંધી વિચારનો, ગાંધીવાદી જીવનશૈલીનો તથા કૉંગ્રેસ પાર્ટીનો વાચાળ અસ્વીકાર. ભારતીય સ્ત્રીની આત્મકથામાં ગાંધી વિષય પર થઈ રહે લી આ ચર્ચામાં ગાંધીવિચારનો અસ્વીકાર કરતી આ આત્મકથાની ચર્ચા અત્યંત આવશ્યક છે. આ એક જ એવી આત્મકથા લેખિકા છે કે જ ે ગાંધીજીનો તેમની હાજરીમાં વિરોધ કરે [ માર્ચ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


છે; એટલું જ નહીં પોતે જ ે માને છે તે ગાંધીજીને જણાવે છે. અને એવી ઘટનાઓને પ્રામાણિકપણે પોતાના આત્મકથનમાં વણે છે. શૈલબાલા દાસ (૧૮૭૫-૧૯૬૮) ઓરિસ્સા પ્રાંતના મહત્ત્વપૂર્ણ ગર્ભશ્રીમંત રાજકીય આગેવાન તથા ઉત્કલ યુનિયન કોન્ફરન્સના સ્થાપક મધુસૂદન દાસનાં દત્તક પુત્રી હતાં. શૈલબાલાના પિતા શ્રી અંબિકાચરણ હજારા અને મધુસૂદન દાસ પરમ મિત્રો હતા. નિઃસંતાન મધુસૂદન દાસ તથા તેમનાં પત્નીને મિત્ર અંબિકાચરણની સૌથી મોટી નટખટ દીકરી પ્રિય હતી. અને તેમણે આ દીકરીને તેનાં નાનપણમાં જ દત્તક લઈ લીધેલી. સમૃદ્ધ પરિવારની એકમાત્ર સંતાન બનેલ આ દીકરીને પાલક માતાપિતાના લાડકોડે ઉદ્ધત બનાવી દીધેલી. એવી તો ઉદ્ધત કે હં મેશ પોતાનું ધાર્યું કરતી. આ એ જ નટખટ છોકરી હતી કે જ ેણે વર્ષ ૧૮૯૮માં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ કટકની સુવિખ્યાત રે વનશો કૉલેજ ફૉર બૉયઝમાં પિતાની રાજકીય વગનો ઉપયોગ કરીને બારોબાર પ્રવેશ મેળવી લીધેલો! તેને અપાયેલ આવો પ્રવેશ ખોટો જ હતો પરં તુ કૉલેજના કોઈ સત્તાવાળાઓનું ચાલે તેમ નહોતું. દીકરીની જીદને પૂરી કરવા પિતાએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને છોકરાઓની કૉલેજને ‘કો-એડ’ કૉલેજ બનાવડાવી દીધેલી. એટલું જ નહીં મિત્રવર્ગની દીકરીઓને તેમાં ઊભાઊભ એડમિશન પણ અપાવી દીધેલું! આમ મધુસૂદન દાસની કુંવરીને કારણે વર્ષોથી ફક્ત છોકરાઓના શિક્ષણમાં પ્રવૃત્ત રે વનશો કૉલેજ ‘કો-એડ’ કૉલેજ બનેલી. જ ેનો લાભ ઘણીબધી પેઢીઓની કન્યાઓને મળ્યો. રે વનશો કૉલેજનાં શિક્ષણનાં થોડા વર્ષો બાદ શૈલબાલાએ વર્ષ ૧૯૦૬માં લંડન જઈને ટીચર્સ ટ્રેનિંગ કોર્સ પૂર્ણ કરે લો અને સ્વદેશ પાછાં આવ્યા બાદ પિતા સાથે ઉત્કલ યુનિયન કૉન્ફરન્સના नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૯]

રાજકારણમાં ઝંપલાવેલું. વિદેશમાં શિક્ષિત શૈલબાલાના લેખનમાં અંગ્રેજી સાહિત્ય પરં પરાની અસર સતત વર્તાય છે. પોતાના ‘કેપિટલ આઈ’ને કેન્દ્રમાં રાખીને લખાયેલ આ આત્મકથાની લેખન પદ્ધતિ રસપ્રદ છે. અંગ્રેજી નવલકથાકાર થેકરે કે ડિકન્સની અદાથી લેખિકા અવારનવાર વાચકને સંબોધીને વાત કરે છે. દા.ત. ‘હે વાચક મારાં સંસ્મરણો ઉપરથી તું એટલું તો જાણી ચૂક્યો છે કે મને કોઈનીયે પાસેથી ‘ના’ સાંભળવાની આદત જ નથી… એકવાર હં ુ કોઈ કામ કરવાનો નિશ્ચય કરું એટલે થયું. મારે તે કામ કરવું જ પડે. આ જ મારી તાસીર છે.’ (પૃ. ૨૦૫). ભારતીય સ્ત્રીઓની અન્ય આત્મકથાઓથી વિપરીત, પ્રસ્તુત આત્મકથા એક ‘સક્સેસ સ્ટોરી’ છે. અનેક વિઘ્નદોડોને અંતે મળતી ઝળહળતી સફળતાની કહાણી. જ ેની નાયિકાને પોતાની સફળતા વિશે વાત કરવામાં લેશમાત્ર સંકોચ નથી. દુર્ગાબાઈ દેશમુખ કે રે ણુકા રે જ ેવી સફળ સ્ત્રીઓ પોતાની આત્મકથા લખતી વેળાએ પોતાની સફળતાને મુખ્ય કથ્ય બનાવતી નથી. વિશ્વભરની વીસમી સદી સુધીની આત્મકથા લેખિકાઓ પોતાની સફળતાને સતત ગોપાવે છે. જ્યારે શૈલબાલા પોતાની એકેય સફળતા વિશે લખવાનો મોકો ચૂકતાં નથી. જગન્નાથપુરી મંદિરમાં હિન્દુઓને જ પ્રવેશ આપવાની પરં પરા હોવા છતાં પૂજારીઓના સખત વિરોધ વચ્ચે તેઓ ક્રિશ્ચિયન હોવા છતાં તે મંદિરમાં પ્રવેશેલાં તે વાત તેઓ ગૌરવપૂર્વક લંબાણથી કરે છે. આજકાલ શબરીમાલામાં સ્ત્રીઓના પ્રવેશ અંગે ચાલી રહે લા આંદોલનના સંદર્ભે ૧૯૧૦ની આસપાસ બનેલ આ ઘટનાનું આગવું મહત્ત્વ છે. ઉત્કલ યુનિયન કોન્ફરન્સના રાજકારણમાં સક્રિય શૈલબાલા દાસની મુલાકાત ગાંધીજી સાથે ન થઈ હોય તે તો કેમ બને? તેઓ ગાંધીજીને 101


અનેકવાર મળેલાં. પરં તુ ગાંધીજી સાથેની તેમની પ્રથમ મુલાકાત તેમને મન યાદગાર હતી. ઓરિસ્સા આવેલા ગાંધીજીને શૈલબાલાના પિતાએ પોતાના આવાસે નિમંત્ર્યા હતા અને ત્યાં રાજકારણ તથા સમાજસેવામાં વ્યસ્ત તેવાં શૈલબાલાનો પરિચય તેમના પિતાએ ગાંધીજીને કરાવેલો. અન્ય રાજનેતાઓની હાજરીમાં બનેલી આ ઘટનાનું આબેહૂબ વર્ણન લેખિકા પોતાની આત્મકથામાં કરે છે. પરિચય થતાંની સાથે ગાંધીજીએ શૈલબાલાને ઓરિસ્સાની ગરીબ સ્ત્રીઓમાં ચરખા તથા ખાદીની પ્રવૃત્તિ વિકસાવવાનું કામ હાથમાં લેવા કહે લું. તેમનું માનવું હતું કે શૈલબાલાની આ પ્રવૃત્તિ ગ્રામિણ સ્ત્રીઓને આત્મનિર્ભર બનવામાં મદદ કરશે. ગાંધીજીના મતે આ કામ માટે શૈલબાલા સુયોગ્ય હતાં. પરં તુ ગાંધીજીનો પ્રસ્તાવ સાંભળતાં જ સ્પષ્ટવક્તા શૈલબાલાએ વિવેકપૂર્વક, દૃઢ શબ્દોમાં, બાપુને આ કામ કરવાની ના પાડી દીધેલી! એટલું જ નહીં પોતાને ચરખામાં કે કૉંગ્રેસમાં શ્રદ્ધા નથી એ વાત કહે તાં તેઓને કોઈ સંકોચ ન હતો! ગાંધીજી સાથેનો તેમનો આ સંવાદ લેખિકા પોતાની આત્મકથામાં નીચે પ્રમાણે અક્ષરશઃ ઉતારે છે. શૈલબાલા : બાપુ તમે ચરખા તથા ખાદીની પ્રવૃત્તિ માટે મને યોગ્ય માની માટે આભાર. પરં તુ એ કામ હં ુ કરી શકું તેમ નથી. બાપુ : તમને શા માટે એમ લાગે છે કે તમે એ કામ નહીં કરી શકો? અહીં હાજર બધા તો એવું માને છે કે એકમાત્ર તમે જ આ કામ કરી શકો એમ છો. શૈલબાલા : જ્યાં સુધી હં ુ કોઈ પણ કામમાં શ્રદ્ધા ન ધરાવું અને મારી સમગ્ર જાતને તેમાં પરોવી ન શકું ત્યાં સુધી હં ુ તેને સફળ નહીં બનાવી શકું તે

હં ુ જાણું છુ .ં બાપુ : શું તને ચરખામાં વિશ્વાસ નથી? શૈલબાલા : ના જી. બાપુ તમારા ચરખામાં મને લેશમાત્ર શ્રદ્ધા નથી. હં ુ માનું છુ ં કે ચરખો ભારતની આર્થિક સમસ્યાનો ઉકેલ નથી. (પૃ. ૧૩૨) આ સંવાદ બાદ બાપુએ આવી સ્પષ્ટવક્તા સ્ત્રીને કૉંગ્રેસમાં જોડાઈને સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવાનો આગ્રહ કરે લો. તેમણે શૈલબાલાને આજીવન ખાદી પહે રવા માટે રાજી કરવાનો પ્રયત્ન કરે લો. પરં તુ શૈલબાલા એટલે શૈલબાલા. તેણે કૉંગ્રેસના સભ્ય બનવાની ચોખ્ખી ના પાડી દીધેલી. ખાદી પહે રવાનો સવાલ તો હતો જ ક્યાં? શૈલબાલાએ કહે લું કે, ‘બાપુ જ્યારે હં ુ કૉંગ્રેસની નીતિ તથા કોંગ્રેસના સભ્યોમાં વિશ્વાસ ધરાવતી થઈશ ત્યારે હં ુ કૉંગ્રેસની સભ્ય બનવાનું પસંદ કરીશ. ત્યાં સુધી મને તમારી પાર્ટીનું સભ્યપદ ન ખપે’ (પૃ. ૧૩૩). અલબત્ત ઉત્તરાવસ્થામાં તેઓ કૉંગ્રેસમાં જોડાયેલાં. તથા ૧૯૫૨થી ૧૯૫૪ દરમિયાન રાજ્યસભાનાં સભ્ય પણ બનેલાં. શરૂઆતના શૈલબાલા સાથેના આવા સ્પષ્ટ નકારાત્મક સંવાદ છતાં ગાંધીજીએ તેમના પ્રત્યે ક્યારે ય અશ્રદ્ધા કે અણગમો દર્શાવ્યા ન હતા. પરસ્પર સદભાવનો સંબંધ હં મેશ રહે લો. સામેવાળાના નકારાત્મક વિચારનું ન્યાયપૂર્ણ સ્વાગત અને તે વિચારભેદ અવગણીને અસંમતિ ધરાવનાર પ્રત્યે સદભાવ જાળવવો તે ગાંધી વિચારની એક વિશેષતા હતી. જ ેનો એક સબળ પુરાવો એટલે ગાંધીજીનો શૈલબાલા પ્રત્યેનો આજીવન સદ્ભાવ. E-mail : ranjanaharish@gmail.com [પ્રગટ : અંતર્મનની આરસી નામક સાપ્તાહિક કટાર, નવગુજરાત સમય, ૨૮ નવેમ્બર, ૨૦૧૮]

102

[ માર્ચ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ સ્વસ્થ ને તંદુરસ્ત તબિયત હોય તો પોતાની જાત પાસેથી કેટલું કામ લઈ શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગાંધીજી છે. લાંબી માંદગીમાંથી બહાર આવ્યા બાદ ગાંધીજી જાહે રજીવનના એક પછી એક કાર્યક્રમ કરવામાં જરાસરખી પણ ઢીલ દાખવતા નથી, બલકે તેમનો આ માસનો કાર્યક્રમ જોઈએ તો એવું લાગે કે તેઓ પોતાની જાત પાસેથી ગજાં બહારનું કામ લઈ રહ્યા છે. આ ગાળા દરમિયાન જ રૉલેક્ટ અૅક્ટ વિરુદ્ધ જોરશોરથી અસહકાર આંદોલન ગાંધીજીએ ઉપાડ્યું હતું. લોકોને કાયદા વિરુદ્ધ જાગ્રત કરવા દક્ષિણ આફ્રિકાની જ ેમ ગાંધીજીએ અહીંયા પણ મોટી જવાબદારી ઉપાડી. અહીંયા પણ સત્યાગ્રહમાં જોડાવવા પૂર્વે ગાંધીજી લખનૌ, મુંબઈ અને દક્ષિણ ભારતમાં જ ે ભાષણ કરે છે, તેમાં સત્યાગ્રહ વિશેની સમજ આપવાનું ક્યાંય ચૂકતા નથી. અલાહાબાદની સભામાં તેઓ કહે છે કે, “સત્યાગ્રહનું વ્રત ધારણ કરવાની ઇચ્છા રાખનારાએ તેનો સાંગોપાંગ પાકો વિચાર કરવો એ તેનો ધર્મ છે. સત્યાગ્રહનો મુખ્ય સિદ્ધાંત સમજવાની તેમ જ રૉલેટ બિલને નામે ઓળખાતાં બિલનાં લક્ષણો સમજવાની ખાસ જરૂર છે. અને તે કાયદાઓ એવા નુકસાનભર્યા છે કે તે માટે સત્યાગ્રહ જ ેવો તીવ્ર ઉપાય યોજવો વાજબી છે, એમ મનનું સમાધાન થવું જોઈએ.” હિં દસુ ્તાનમાં વ્યાપક રીતે સત્યાગ્રહના દૃષ્ટાંતનો પરિયચ આ જ ગાળામાં લોકોને થઈ રહ્યો હતો. તે માટે ગાંધીજી દક્ષિણ આફ્રિકાનો અનુભવ પણ ટાંકતા જોવા મળે છે. આ અનુભવથી તારવેલી એક વાત તેઓ મદ્રાસની સભામાં સંબોધતાં કહે છે કે, “મોટામાં મોટો કાયદો તે અંતરાત્માનો અવાજ છે અને તેની આગળ બીજા કાયદાઓ તુચ્છ છે. જ ે કેટલાક કાયદાઓનો તે વિનયપૂર્વક ભંગ કરે છે તે ઉપરટપકે જોતાં કાયદા તોડવા જ ેવું લાગે છે. એ વાસ્તવિક રીતે તેમ નથી. દરે ક કાયદો છૂટ આપે છે કે તમે તે કાયદા પ્રમાણે વર્તો અથવા તેમ નહીં વર્તવાની સજા ભોગવી લો. સત્યાગ્રહી કાયદાની આ બીજી શરત પાળવાનું પસંદ કરે છે. એટલે તે તો કાયદો પાળે જ છે એમ મારું માનવું છે.”

૧૯૧૯ — માર્ચ

૧ મુંબઈ : રાત્રે, સત્યાગ્રહીઓની ખાનગી સભામાં હાજર. ૨ મુંબઈ : બપોરે , સત્યાગ્રહીઓ સાથે મસલત. ૩ મુંબઈ : થી નીકળ્યા.1 ૪ દિલ્હી : વાઇસરૉયના નિમંત્રણને માન આપી આવ્યા. ૫ દિલ્હી : વાઇસરૉય સાથે મુલાકાત; વાઇસરૉયે, સત્યાગ્રહની લડત ન ઉપાડવા સમજાવવા પ્રયત્ન કર્યો, પણ ગાંધીજી મક્કમ રહ્યા.  થી નીકળ્યા. ૬ રામપુર : આવ્યા; ઉતારો અલીભાઈઓને ઘેર; એમને તથા એમનાં માતુશ્રીને મળ્યા.

૧. ઘણે ભાગે આ વખતની મુસાફરીથી, ગાંધીજીએ, રે લવેના બીજા વર્ગમાં મુસાફરી કરવાનું શરૂ કર્યું.

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૯]

નવાબ સાહે બને મળવા ગયા.2     થી નીકળ્યા. ૭ દિલ્હી : ઉતારો પ્રો. રૂદ્રને ત્યાં. અલીભાઈઓ અંગે સર જ ેમ્સ ડુબોલ સાથે પોણા બે કલાક ચર્ચા કરી.  રૉલેટ બિલ સામે વિરોધ દર્શાવવા માટેની સભામાં હાજર, તબિયત નરમ હોવાથી એમનું ભાષણ મહાદેવભાઈએ વાંચ્યું; સ્થળ પીપલ્સ પાર્ક; પ્રમુખ ડૉ.    અનસારી. ૮ દિલ્હી. ૯ અલાહાબાદ : ઉતારો માલવિયાજીને ત્યાં. ૧૦ અલાહાબાદ, પ્રતાપગઢ, અલાહાબાદ. 

૨. ગાંધીજીને જોઈતા દૂધ માટે નવાબ સાહે બે ૧૮ બકરીઓ મોકલી આપી હતી!

103


૧૧ લખનૌ : જાહે ર સભામાં પ્રવચન, મૌલાના અબ્દુલ બારીએ ખરા સોનાના કસબનો હાર પહે રાવ્યો. અલાહાબાદ : ઉતારો પંડિત મોતીલાલ નેહરુને ત્યાં.  રૉલેટ બિલ સામે વિરોધ દર્શાવવા મળેલી જાહે ર સભામાં હાજર, તબિયત નબળી હોવાનો કારણે બોલી શક્યા નહીં, સંદેશો વાંચવામાં આવ્યો.  પંડિત માલવિયાજીને મળવા ગયા. ૧૨ અલાહાબાદ : જાહે ર સભા  થી નીકળ્યા. ૧૩ મુંબઈ. ૧૪ મુંબઈ : સ્વામી શ્રદ્ધાનંદ તથા એન. ડી. સાવરકર મળવા આવ્યા.  રૉલેટ બિલ સામે વિરોધ દર્શાવવા, ફ્રૅંચ બ્રિજ નજીક રાત્રે મળેલી સભામાં પ્રમુખપદે. ભાષણ મહાદેવભાઈએ વાંચ્યું. ૧૫ મુંબઈ : સાંજ ે છ વાગ્યે સાહિત્ય સંમેલનમાં હાજર.1  સાંજ ે સાત વાગ્યે સત્યાગ્રહ સભાની બેઠકમાં હાજર, ભાષણ મહાદેવભાઈએ વાંચ્યું. ૧૬ મુંબઈ : થી નીકળ્યા. ૧૭ રસ્તામાં. ૧૮2 મદ્રાસ : આવ્યા સવારે . ઉતારો રાજગોપાલાચાર્યને ત્યાં. બપોરે ચર્ચાઓ.   સાંજ ે, રૉલેટ બિલ સામે વિરોધ દર્શાવવા, એસ. કસ્તૂરી રં ગા આયંગરના પ્રમુખસ્થાને મળેલી જાહે ર સભામાં હાજર. ભાષણ મહાદેવભાઈએ વાંચ્યું. ૧૯ મદ્રાસ : સાંજ ે મજૂ ર મહાજનની સભામાં

૧. આ માહિતી મહાદેવભાઈએ લખેલા એક પત્રમાંથી લીધી છે. આ દિવસે કોઈ ગુજરાતી સાહિત્ય સંમેલન મુંબઈમાં ભરાયું નહોતું. ઇંદોરમાં સને ૧૯૧૮માં ભરાયેલા હિં દી સાહિત્ય સંમેલનના પ્રમુખ ગાંધીજી હતા. એટલે આ સભા, આ સંમેલનની કાર્યવાહક સમિતિની હશે એવું અનુમાન નીકળે છે. ૨. આજ ે રૉલેટ કાયદો–Anarchical And Revolutionary Crimes Act–પસાર થયો.

104

બેઠાંબેઠાં પ્રવચન. એનો તામીલ અનુવાદ એ જ વખતે સંભળાવવામાં આવ્યો.  રાત્રે ઍની બીસન્ટને મળવા ગયા. ૨૦ મદ્રાસ : જાહે ર સભા, પ્રમુખ સી. વિજયરાઘવાચાર્ય. ગાંધીજીની તબિયત ઠીક નહીં હોવાથી એમનો સંદેશો મહાદેવભાઈએ વાંચ્યો. ૨૧ મદ્રાસ : નેતાઓની સભામાં હાજર. ૨૨ મદ્રાસ : ટ્રામ્વે કામદારોએ પાડેલી હડતાળ અંગે, સલાહ લેવા આવેલા એમના નેતાઓને, હિં સક ન બનવા શિખામણ આપી. ૨૩ મદ્રાસ : સત્યાગ્રહની શરૂઆત તરીકે, તા. છઠ્ઠી એપ્રિલના રોજ, પ્રાર્થના, ઉપવાસ, હડતાળ અને સભાનો કાર્યક્રમ જાહે ર કર્યો.  સત્યાગ્રહનો વિરોધ કરનારાઓના નિમંત્રણને માન આપી એમના ભોજન સમારં ભમાં હાજર અને પ્રવચન.  રાત્રે નીકળ્યા. ૨૪ તાંજોર : આવ્યા, સવારે . કાર્યકર્તાઓ સાથે સત્યાગ્રહ અંગે ચર્ચા.  જાહે ર સભા, સ્થળ બીસન્ટ હૉલ, પ્રમુખ દી. બ. વી. પી. માધવરાવ  ઘણા સમય પહે લાં આવીને વસેલા ગુજરાતીઓએ એમની તોતડી ગુજરાતી ભાષામાં સન્માન કર્યું, અને કસબી ભરતની બે શાલો ભેટ ધરી. ૨૫ ત્રિચિનાપલી : આવ્યા સવારે .  જાહે ર સભા, સમય સાંજ, સ્થળ ટાઉન હૉલ સ્ક્વેર, ચાંદીની પાનપેટીમાં માનપત્ર. ૨૬ મદુરા : આવ્યા સાંજ ે.  મીનાક્ષી મંદિરની મુલાકાત.  જાહે ર સભા, સ્થળ કૉલેજનું ચોગાન. ૨૭ તુતીકોરીન. ૨૮ તુતીકોરીન : જાહે ર સભા, માનપત્ર, સ્થળ હૉસ્પિટલ સામેનું મેદાન; પ્રમુખ પી. એલ. વેંગુ આયર. [માર્ચ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


૨૯ નેગાપટ્ટમ્ : આવ્યા સવારે .  જાહે ર સભા, સમય સાંજ, સ્થળ નાઝર બાગ.  મદ્રાસ. 1 ૩૦ મદ્રાસ : જાહે ર સભા, સાંજ ે છ વાગ્યે. પણ

૧. સત્યાગ્રહની શરૂઆત માટે પ્રથમ આજનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો, પણ પછીથી એ ફે રવીને ૬ઠ્ઠી એપ્રિલનો નક્કી કરવામાં આવ્યો. આ ફે રફારની ખબર, દિલ્હી, વખતસર પહોંચી નહીં એટલે ત્યાં સત્યાગ્રહનો કાર્યક્રમ આજ ે અમલમાં મૂકવામાં આવ્યો. સ્વામી

એ પહે લાં બેઝવાડા જવા નીકળવાનું હતું એટલે લેખિત ભાષણ વાંચવામાં આવ્યું. ૩૧ બેઝવાડા : ઉતારો એ. કાલેશ્વરરાવને ત્યાં. શ્રદ્ધાનંદની આગેવાની નીચે સરઘસ અને સભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. પોલીસે મશીનગન ચલાવી તથા ગોળીબાર કર્યો. સ્વામી સામે બંદૂક તાકવામાં આવી. એમના ઉપર ગોેળી છોડવામાં આવી નહીં પણ બીજા ઘણા ઘવાયા.

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

એપ્રિલ, ૨૦૧૯ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી રજનીકાંત મા. પટેલ, બાઇન્ડિંગ વિભાગ શ્રી જિતેન્દ્રભાઈ ત્રિ. પરમાર, બાઇન્ડિંગ વિભાગ શ્રી ચિરં તનભાઈ બા. દવે, પ્રેસ કાર્યાલય

• જ. તા.  ૧૩-૦૪-૧૯૬૦

• જ. તા.  ૧૪-૦૪-૧૯૬૦ • જ. તા.  ૨૪-૦૪-૧૯૬૦

અભ્યાસીઓએ વસાવવા જેવી ગ્રંથમાળા : ગાંધીજીનો અ�રદેહ

ગાંધીજીના અવસાન પછી તેમનાં લખાણોને ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી સમયાનુક્રમ પ્રમાણે પ્રસિદ્ધ કરવાની યોજના હે ઠળ તેમનાં પત્રો, લેખો, મુલાકાતો, ભાષણો સમાવીને તેને પુસ્તકાકારે પ્રકાશિત કરવામાં આવ્યાં; જ ેમાં સો ગ્રંથો અંગ્રેજીમાં The Collected Works of Mahatma Gandhi, હિન્દીમાં संपूर्ण गांधी वाङ्मय   અને ગુજરાતીમાં ગાંધીજીનો અક્ષરદેહ નામે પ્રકાશિત થયા છે. ગુજરાતીમાં ૮૨ ગ્રંથ પ્રકાશિત થઈ ગયા છે. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ.

૧-૨ (સંયુક્ત), ૩ (દરે કના) ૪ ૫થી ૧૦ (દરે કના) ૧૧ ૧૨થી ૧૪ (દરે કના) ૧૫થી ૧૮ (દરે કના) ૧૯ ૨૦ ૨૧, ૨૨ (દરે કના) ૨૩

नवजीवन નો અક્ષરદેહ [ માર્ચ ૨૦૧૯]

૫૦ ૩૦૦.૦૦ ૫૦.૦૦ ૧૦૦.૦૦ ૫૦.૦૦ ૩૦૦.૦૦ ૧૬.૫૦ ૩૦૦.૦૦

પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ.

૨૪થી ૨૯ ૩૦ ૩૧થી ૪૮થી ૭૦થી ૭૩થી ૮૨

૨૮ (દરે કના)

૧૬.૫૦ ૪૦૦.૦૦ ૪૦૦.૦૦

૪૭ (દરે કના) ૬૯ (દરે કના) ૭૨ (દરે કના) ૮૧ (દરે કના)

૧૬.૫૦ ૨૦.૦૦

૧૦૦.૦૦ ૩૦.૦૦ ૧૫૦.૦૦

૧૬.૫૦ ૩૦૦.૦૦

કુ લ ૧થી ૮૨ ભાગના

૫૫૦૬.૦૦

105


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત

વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

106

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

[ માર્ચ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


નવજીવનના પુસ્તક�ો નવા કલેવરમાં

આશ્રમ જીવન અમારાં બા

₹ ૫૦

₹ ૧૩૦

એક ધર્મયુદ્ધ

₹ ૬૦

‘નીતિનાશને માર્ગે’ ₹ ૫૦

Discourses on the Gita ₹ 15

બહુરૂપી ગાંધી ₹ ૧૨૦

ગીતાદર્શન

₹ ૧૦૦

ગાંધીજીનું ખોવાયેલું ધન:

હરિલાલ ગાંધી ₹ ૧૦૦

૧૦૭

₹ ૫૦

₹ ૨૦૦

(કિશોરલાલ મશરૂવાળાનું જીવનચરિત્ર)

Ashram Observances in Action ₹ 35

आश्रम-भजनावलि ₹ ૧૬૦

દેવ અને દાનવ

શ્રેયાર્થીની સાધના

વિદેશ વસવાટનાં સંભારણાં ₹ ૨૦૦

Truth is God

₹ 60


“સ્વતંત્રતા કે સ્વાશ્રય પરસ્પરાશ્રયમાંથી જ નીપજ ે છે” : મો. ક. ગાંધી

૧૦૮


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.