Navajivanno Akshardeh - February 2019

Page 1

વર્ષૹ ૦૭ અંકૹ ૦૨ સળંગ અંકૹ ૭૦ • ફે બ્રુઆરી ૨૦૧૯

છૂ ટક કિંમત ઃ _ ૧૫

‘દર્શક'ની સાહિત્યસૃષ્ટિ હવે નવજીવનમાં


વર્ષૹ ૦૭ અંકૹ ૦૨ સળંગ અંકૹ ૭૦ • ફે બ્રુઆરી ૨૦૧૯ છૂ ટક કિંમત ઃ _ ૧૫

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

૧. આજ ેય પ્રસ્તુત ‘દર્શક’. . . . . . . . . . . . . . . . . . . . . . મનસુખ સલ્લા �������� ૩૯ ૨. હે ગલ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મનુભાઈ પંચોળી ‘દર્શક’ �������� ૪૨ ૩. ‘દીપનિર્વાણ’ની પ્રભાવકતા . . . . . . . . . . . . . . . . . . . . ધીરે ન્દ્ર મહે તા �������� ૪૫ ૪. કુંભ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ગાંધીજી ������ ૪૯

કપિલ રાવલ

૫. ચીકુ વાડીના ગાંધીવાદી જીવનશિલ્પી કાંતિદાદાની વિદાય . . .મણિલાલ એમ. પટેલ ��������� ૫૨

સાજસજ્જા

૬. માંદગી દરમિયાન ગાંધીજીની જીવનદૃષ્ટિ �������������������������������������������������� ૫૫

અપૂર્વ આશર

૭. ‘CWMG’ને દસ્તાવેજ કરનાર સારથીની શતાબ્દી. . . . . . . . . . જયંત કોઠારી ��������� ૬૦

આવરણ ૧

૮. સરહદના ગાંધી . . . . . . . . . . . . . . . . . . . . . . .કાકાસાહે બ કાલેલકર ���������૬૩

નવજીવન દ્વારા પ્રકાશિત ‘દર્શક’નાં પુસ્તકોનાં મુખપૃષ્ઠ

આવરણ ૪ સુરાજ્ય, કુ રાજ્ય, અરાજ્ય, સ્વરાજ્ય [૩૦-૦૩-૧૯૩૦]

૯. ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી – ૨. . . . . . . ડૉ. રં જના હરીશ ��������� ૬૬ ૧૦. ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ ���������૬૯  ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… ������������������������������ ૭૦

વાર્ષિક લવાtજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (3–19)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 3 એ માર્ચ મહિનો અને 19 એ 2019નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

૩૮


‘દર્શક’નું સાહિત્ય હવે નવજીવનમાં નવજીવન પ્રકાશન મંદિર અંતર્ગત પુસ્તકોને પુનઃપ્રકાશિત કરવાના જ ે પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે, તેમાં મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં પુસ્તકો નવજીવનની નવી મૂડી બન્યાં છે. પ્રથમ ચરણમાં નવલકથા દીપનિર્વાણ, નાટક અંતિમ અધ્યાય અને ‘રાજનીતિના તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ’ આપતા સૉક્રેટિસથી માર્ક્સ એમ ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. અન્ય પુસ્તકો પણ તબક્કાવાર પ્રકાશિત થશે. જાહે રજીવન, સાહિત્ય અને કેળવણીક્ષેત્રમાં ‘દર્શક’નું યોગદાન અમૂલ્ય છે, તે વિશેનો પરિચય કેળવણીકાર મનસુખ સલ્લાએ સરસ રીતે કરી આપ્યો છે. આ સિવાય ‘દીપનિર્વાણ’ નવલકથા અંગે ધીરે ન્દ્ર મહે તાનું મૂલ્યાંકન અને સૉક્રેટિસથી માર્ક્સ પુસ્તકનું હે ગલ વિશેનું એક પ્રકરણ પણ અહીં આપ્યું છે. જોકે આટલાં પાનામાં દર્શકના બહોળા સાહિત્યનો પૂરતો પરિચય થાય એમ નથી, તે અર્થે તો દર્શકના શબ્દસાહિત્યનો સતત સંસર્ગ કેળવવો પડે. આશા છે ‘દર્શક’ની સાહિત્યસૃષ્ટિ અને નવજીવનના અનુબંધનને વાચકો વધાવશે…

આજેય પ્રસ્તુત ‘દર્શક’ મનસુખ સલ્લા

જ ે માણસમાં તીક્ષ્ણ મેધા હોય, સર્જનની કુ દરત (જ. તા. ૧૫-૧૦-૧૯૧૪)માં આવી ગુણસમૃદ્ધિ

દીધી બક્ષિસ હોય, વાચન-મનન દ્વારા જ ેણે પોતાની વિચારસૃષ્ટિને વૈશ્વિક બનાવી હોય, સત્સંગ અને અનુભવથી જાતને સમૃદ્ધ કરી હોય, જ ેમની પાસે અન્યના દુઃખથી હલી ઊઠે તેવી સિસ્મોગ્રાફ જ ેવી હૃદયસમૃદ્ધિ હોય, માણસની માણસાઈને પ્રગટાવે તેવી કેળવણીનો નકશો જ ેને વહે લો મળ્યો હોય અને એ માર્ગે ચાલવાનું સદ્ભાગ્ય મળ્યું હોય, આગવી ઇતિહાસદૃષ્ટિએ જ ેને ભાવિને પારખવાની ક્ષમતા આપી હોય, સ્વાર્થી કે સંકુચિત હિતોની વચ્ચે જ ેને સમાજ અને દેશના પ્રશ્નોને ગાંધીવિચારના સંદર્ભમાં પારખવાની વિશાળતા મળી હોય, જ ેને પોતાના વિચારો અને દર્શનને અસરકારક રીતે કહે તાં આવડતું હોય, પોતે જ ેમાં માનતા હોય તેને પ્રત્યક્ષ કરાવવા માટે જ ેને ઉત્તમ તકો મળી હોય તેવી વ્યક્તિઓ કેવળ પોતાના સમયમાં જ નહિ, પછીના કાળમાં પણ પ્રસ્તુત રહે છે. મનુભાઈ પંચોળી ‘દર્શક’ नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

હતી, નીતર્યું દર્શન હતું, સર્જનાત્મક પ્રતિભા હતી અને વણથાક કાર્યશક્તિ હતી. દર્શકનાં મિજાજ અને કાર્યગતિ રાજકીય ક્ષેત્રને

39


અનુકૂળ હતાં, પરં તુ નાનાભાઈ ભટ્ટના સાંનિધ્યે અને ગાંધીજીના પ્રભાવે જીવનભર કેળવણીમાં ઠર્યા. એ નોંધપાત્ર છે કે સાહિત્ય સાથે નાતો રાખનારા કેળવણીકારો અને રચનાત્મક કાર્યકરો વધુ ખુલ્લા અને પ્રયોગશીલ રહ્યા છે, રૂઢિગ્રસ્તતામાં બંધાયા નથી. દર્શક માટે એ સો ટકા સાચું છે. ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતીના સંચાલનમાં દર્શકનો સિંહફાળો છે. નઈ તાલીમમાં ઉદ્યોગ તરીકે ખેતી-પશુપાલનનો સ્વીકાર, ગ્રામાભિમુખ અભ્યાસક્રમોનું ઘડતર અને તેનો અમલ, સંસ્થા-સ્વાવલંબન માટે ખેતીની તજ્જ્ઞ કક્ષાની જાણકારી મેળવવી એ આદર જગવે તેવું છે. દેશભરમાં નઈ તાલીમ કરમાઈ ગઈ ત્યારે દર્શકની સંગઠ્ઠનશક્તિએ ગુજરાતમાં નઈ તાલીમને જીવંત રાખવામાં મોટો ફાળો આપ્યો છે. ગ્રામઉચ્ચશિક્ષણનાં દર્શનની કરોડરજ્જુ દર્શક બન્યા હતા. ચારિત્રનો અમૃતકુંભ જ ેમાં પાકે છે તેવી કેળવણીમાં શ્રમ, સમૂહજીવન અને સમાજાભિમુખતા કેવી રીતે પોષક બને તેનો અર્ધી સદીનો પ્રયોગ આધારિત નકશો દર્શકે પ્રત્યક્ષ કરાવ્યો છે. તેમના જીવનની ઉત્તરાવસ્થામાં માતૃધારા મુકામે અવૈધિક કેળવણીનો પ્રયોગ કર્યો તે અનેક કારણે ભલે પૂરો સફળ ન થયો, પરં તુ વિદ્યાલય લોકોની વચ્ચે જાય, લોકોનાં કૌશલ્ય અને સમજનો સમન્વય તથા વિકાસ કેવી રીતે કરી શકાય તેનું નમૂનેદાર દૃષ્ટાંત તેમણે પૂરું પાડ્યું છે. હવે પછી આવો પ્રયોગ કરનાર માટે આ પ્રયોગ જરૂર પથદર્શક બનશે. ગુજરાતના જાહે રજીવનમાં દર્શક એક બહુપરિમાણીય પરિબળ બની રહ્યા હતા. તેઓ ક્યારે ય પોતાના સમયમાં ગેરહાજર રહ્યા નહોતા. સ્વરાજની લડત વખતે ચાર વખત જ ેલવાસ વેઠ્યો તેમ કટોકટીમાં પણ જ ેલવાસ વેઠ્યો. કટોકટીને લોકશાહીનો મૃત્યુઘંટ ગણી વિરોધ કર્યો. ગામડાંના ઉત્કર્ષના પ્રશ્નો માટે તેમણે સ્વરાજની સરકારો 40

સામે પણ બાખડી બાંધી. મુંબઈ ગુજરાતમાં રહે કે મહારાષ્ટ્રમાં, કટોકટી પછી એક પક્ષ સ્થાપવો, શિક્ષણનું રાષ્ટ્રિયકરણ, ગુજરાત યુનિવર્સિટીમાં ઉપકુ લપતિની ચૂંટણી, કેળવણીનું સાચું સ્વરૂપ, વિદેશનીતિ, અર્થનીતિ વિશે તેમણે અભ્યાસપૂર્ણ, નિર્ભીક, ઇતિહાસબોધથી સમૃદ્ધ, વ્યાપક નિસબત ધરાવતો, દેશપ્રીતિવાળો અભિપ્રાય અસરકારક રીતે રજૂ કર્યો છે. બૌદ્ધિકો અને સરકારે જ ેની નોંધ લેવી જ પડે એવું વજનદાર પરિબળ તેઓ હતા. તેઓ કહે તા, ‘કોઈની સામે નીચી આંખે મેં વાત કરી નથી.’ જ ેમનો સૂર્ય સોળે કળાએ તપતો હતો તેવા મોરારજીભાઈ સામે પણ નહિ. હિન્દુત્વના સાંકડા અને મચડેલા ખ્યાલથી સત્તા હાંસલ કરવાના પ્રયત્નો થયા ત્યારે દર્શકે બેધડક સાચું હિન્દુપણું એટલે શું તે સાધાર અને સ્વસ્થપણે સમજાવ્યું હતું. ‘સાદો હિન્દુ ધર્મ’ પુસ્તિકામાં એનું સબળ આલેખન પણ કર્યું. હિન્દુત્વની સંકુચિત મનોવૃત્તિવાળાઓ તેમને આવા લેખન માટે ગાળો દેતા પત્રો લખતા, પણ તેઓ અવિચલિત રહે તા. દર્શકનું નિબંધલેખન અભ્યાસયોગ્ય છે. વિચારની સમૃદ્ધિ, દર્શનની સ્પષ્ટતાને કારણે પક્ષોની મર્યાદા, રાજનીતિ, વિદેશનીતિ, સમાજગતિશાસ્ત્ર, આયોજનની ગતિ, ગ્રામસમાજનો ઉત્કર્ષ, રચનાત્મક કાર્ય, સર્વોદયવિચાર, કેળવણી, લોકશાહી, સ્વરાજધર્મ વિશે સતત લખતા-બોલતા રહ્યા. દર્શકે સમાજના વિવિધ વર્ગો વચ્ચે અભિપ્રાયઘડતર માટે જ ે ફાળો આપ્યો છે તેથી તેઓ સ્વીકૃ ત વડીલ બની રહ્યા હતા. આજ ે જાહે રજીવન વિશે લખનારા ઘણાબધા ટૂ કં ા સ્વાર્થો માટે ઘડી ઘોડે ને ઘડી પેગડે કરે છે તે જોઈએ ત્યારે સમજાય છે કે દર્શકનો અવાજ કેવો નિર્ભીક હતો. તેમની વિચારની સ્પષ્ટતા કેવી મૂળભૂત હતી અને જીવનમૂલ્યોની પ્રતીતિ કેટલી દૃઢ હતી. [ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


પરિચાયક છે. દીપનિર્વાણ, સૉક્રેટિસ, ઝેર તો પીધાં છે (ત્રણ ભાગ), કુ રુક્ષેત્ર વગેરે નવલકથાઓ ગુજરાતી નવલકથાની સિદ્ધિ અને સિદ્ધિરૂપ છે. દર્શકની તમામ નવલકથાઓમાં યુદ્ધ હોય છે. યુદ્ધને તેઓ પાંચમું સત્ય ગણાવે છે. તેમાંય ઝેર તો પીધાં છે ના ત્રીજા ભાગમાં આવતાં યુદ્ધવર્ણનો ગુજરાતી નવલકથામાં અનેક રીતે અદ્વિતીય ગણી શકાય તે કક્ષાનાં છે. એની સાચી કદર થવી હજુ બાકી છે. યુદ્ધની વચ્ચે માનવતાને જાળવતાં, જાણીને ઝેર પીને અન્યને અમૃત આપતાં તેમનાં પાત્રો માનવજીવનની હૃદયલીલાને અને હૃદયસમૃદ્ધિને પ્રગટાવનારાં છે. દાવાનળ વચ્ચેય અમૃતકુંભને જાળવનારાં આ પાત્રો માત્ર ભાવનાશીલ કે માત્ર આદર્શવાદી નથી, ઊંડી સમજદારી અને માનવતાથી પ્રેરાઈને વિપત્તિ તથા કરુણતા વચ્ચે અડીખમ રહે નારાં છે. માનવગૌરવનાં શિખરોનું દર્શન કરાવનારાં છે. નવલકથાકાર દર્શક નહિ ભુલાય. દર્શક પોતાને નાટ્યલેખક નથી ગણાવતા; પરં તુ દર્શકનાં પરિત્રાણ, અંતિમ અધ્યાય, વસ્ત્રાહરણ વગેરે નાટકો મંચનના પ્રશ્નો ઉકેલનાર દિગ્દર્શક મળે તો ભરપૂર નાટ્યકામ અને અસરકારક નીવડે તેવાં છે એ સિદ્ધ થઈ ચૂક્યું છે. આવા ઉત્તમ સર્જક, વિચારનિષ્ઠ મનીષી, શ્રેષ્ઠ કર્મપુરુષ દર્શક પ્રચંડ મનોઘટનાશીલ પુરુષ હતા. તેમનો લોકશાહી પ્રેમ, સામાજિક નિસબત, કેળવણીનાં સાચાં સ્વરૂપને અવતારવાનો પુરુષાર્થ અને ગુજરાતભરનાં વિવિધ ક્ષેત્રના ઉત્તમ કાર્યકર્તાઓને હૂંફ આપવાની સહજ શક્તિને કારણે તેઓ સર્જકોમાં આગવા હતા. કર્મક્ષેત્રમાં અનન્ય હતા. તેમને મળેલા પુરસ્કારો કરતાં તેઓ મોટા હતા.

દર્શક પાસે આગવી ઇતિહાસદૃષ્ટિ હતી. ઇતિહાસનું આકંઠ અધ્યયન તો કરે લું હતું જ, પરં તુ ઇતિહાસનો બોધપાઠ વર્તમાનના પ્રશ્નોને ઉકેલવાનું અને ભાવિના માર્ગો સરળ કરવાનું કેમ કરી શકે તેનું નિરૂપણ તેમણે સતત કર્યું છે. આપણો વારસો અને વૈભવ પુસ્તક દ્વારા સાંસ્કૃતિક ઇતિહાસની વિભાવના તેમણે સ્પષ્ટ કરી આપી છે. આવા નિરૂપણવાળું પુસ્તક કદાચ, ગુજરાતમાં આ એકમાત્ર છે. જ ેની બહુ નોંધ નથી લેવાઈ તેવું નોંધપાત્ર કાર્ય ધોરણ ૫-૬-૭ના ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો (પૌરાણિકકાળથી વર્તમાનકાળ સુધીનાં) વાર્તારૂપે લખાવ્યાં તે છે. વિદ્યાર્થીઓ વાર્તારૂપે ઇતિહાસ ભણે અને જીવનમૂલ્યો તથા બોધપાઠ પામે એવાં આ પાઠ્યપુસ્તકો ગુજરાતના ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોનું ઉજ્જ્વળ પ્રકરણ છે. એ પરં પરા ચાલુ રહી હોત તો ગુજરાતના વિદ્યાર્થીઓની દૃષ્ટિ જરૂર વધુ વિકસિત થઈ હોત. વિચારક દર્શકની અભિવ્યક્તિમાં જ ે સૌંદર્ય, સરળતા, સચોટતા છે તેમાં સર્જક દર્શકનો ઘણો ફાળો છે. સર્જક ‘દર્શક’ ગુજરાતી સાહિત્યનું અવિસ્મરણીય પ્રકરણ છે. તેમની નવલકથાઓએ ઐતિહાસિક નવલકથાની વિભાવનાને ઉત્તમ રીતે પ્રગટ કરી છે, નવું શિખર બતાવ્યું છે. ઐતિહાસિક કાળને આટલો અને આવી રીતે બહુ ઓછા લેખકો ગુજરાતીમાં પ્રત્યક્ષ કરાવી શક્યા છે. દર્શકની ઐતિહાસિક નવલકથાઓમાં ‘ઇતિહાસ રસ’ (ટાગોર) પ્રગટ થાય છે. મનોભાવોની સૂક્ષ્મતાને પ્રગટ કરતી દર્શકની વર્ણનકળા કાયમ નોંધપાત્ર રહે શે. દર્શકની ભાષાનું લાલિત્ય અને ઉક્તિબળ સ્મરણીય છે. સૌંદર્ય અને જીવનની સમજથી આગવાં બની રહે તાં દર્શકનાં નારીપાત્રો, સમજણના વડલા જ ેવા, તપ અને પ્રજ્ઞાથી શોભતાં વૃદ્ધ પાત્રો દર્શકની સર્જનાત્મિકતાનાં

(વિશ્વવિહાર, ઑક્ટોબર ૨૦૧૩)

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

41


હે ગલ મનુભાઈ પંચોળી ‘દર્શક’

હે ગલ જર્મનીમાં ઇતિહાસનો પ્રોફે સર હતો અને પહે લાં માણસ જંગલી અવસ્થામાં રહે તો. એ ઘટક

તેણે લખેલા ઇતિહાસ ગ્રંથો દુનિયામાં મહત્ત્વના ગણાય છે. તેના જ ેટલું સારું ઇતિહાસનું વિવેચન કોઈએ કર્યું નથી એમ માનવાવાળા પણ છે. માર્ક્સના વિચારોમાં — પાયામાં પણ હે ગલનાં નિરીક્ષણો છે. હે ગલની વિચારસરણીનો પાયો તેનો અભ્યાસ છે. તેણે તેના અભ્યાસના આધારે વિકાસના નિયમો અને વિકાસની પ્રકિયા તારવી છે અને તેના આધારે રાજનીતિ અંગેની વિચારણા રજૂ કરી છે. હે ગલ કહે છે કે સમાજનો વિકાસ–પ્રગતિ બે નિયમો મુજબ થઈ છે : (૧) ઘટકનો કદવિકાસ, નાનામાંથી મોટુ ં ઘટક થતું ગયું છે. (૨) વિકાસ સાદામાંથી જટિલ તરફ થયો છે. બીજી રીતે કહીએ તો શરૂઆતનું ઘટક નાનું અને સાદું હતું. વિકાસના ક્રમે ઘટક મોટુ ં અને જટિલ થતું ગયું છે. આને હજી જુ દી રીતે કહીએ તો સમાજ જ ેમ જ ેમ વિકસતો ગયો તેમ તેમ ઘટકો મોટાં થતાં ગયાં. એટલે કે માણસની ક્ષમતા–સમજ વિકસતાં ગયાં, કારણ કે મોટાં ઘટકમાં રહે તાં થયાં. બીજી વાત કે ઘટકો મોટાં થતાં ગયાં તેમ જટિલ થતાં ગયાં. તેનો અર્થ કે માણસ જટિલતા શોધી તેને સમજતો પણ થયો. આમાંથી હે ગલે બે તારણ કાઢ્યાં : (૧) નાના ઘટકમાંથી મોટુ ં ઘટક થયું છે એટલે મોટુ ં મહત્ત્વનું (૨) સાદા કરતાં જટિલ મહત્ત્વનું છે. આજના ઘટક તરીકે મોટામાં મોટુ ં ઘટક રાજ્ય છે, એટલે તે મહત્ત્વનું, સૌથી ઉપર ગણવું જોઈએ. સમાજની દરે ક સંસ્થા રાજ્યની નીચે ગણાય, કારણ કે મોટુ ં ઘટક નાનાં ઘટક કરતાં વધારે જાણે છે. નહીંતર તે જટિલની વ્યવસ્થા જ ન કરી શકત. દા. ત., સૌથી 42

સાદું હતું તેનો અર્થ શું? એ જ કે પોતે પોતાનું ગાડુ ં ગબડાવતો હતો. પણ તે ભેગાં થયાં — રહે વા માંડ્યાં — અંદરોઅંદર લગ્ન થયાં. કુ ટુબ ં થયું. કુ ળ થયું. તેનો એક વડો આ બધાનું ધ્યાન રાખવા માંડ્યો. મુશ્કેલી થાય ત્યારે આ મુખિયા કહે તેમ સૌ કરે . ત્યારે કુ ટુબ ં ના આગેવાને તે ઘટકના આગેવાનનું માનવું જોઈએ, કારણ કે તેને જ ેટલી ખબર પડે છે તેટલી કુ ટુબ ં ના વડાને ખબર નથી પડતી. આ જ રીતે ગામ, તાલુકા થયાં તો ગામના આગેવાન કરતાં તાલુકાનાે આગેવાન વધારે જાણતો હોય છે. એટલે ગામડાના આગેવાને તેનું માનવું જોઈએ. તેથી તેને વધારે તાકાત અને અધિકારો આપવામાં આવ્યા છે.

[જન્મ : ૨૭ ઑગસ્ટ ૧૭૭૦ • અવસાન : ૧૪ નવેમ્બર ૧૮૩૧]

[ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


સ્ટેશન માસ્તરને જ ેટલી જાણકારી જોઈએ એટલી કાંઈ ગાડાવાળાને જોઈએ નહીં. સ્ટેશન માસ્તરને કેવડુ ં મોટુ ં ટાઇમટેબલ ધ્યાનમાં રાખવું પડે? કેટલી વાતો વિચારવી પડે? તેમાં કાંઈ પણ ગડબડ થાય તો? પણ તે ગાડુ ં હાંકતો હોય તો લહે રથી ભજન ગાતો ગાતો હાંકતો જાય. અરે ઊંઘી જાય તોય શું? બળદ એની મેળે વાડીએ આવી ઊભાે રહે . આમાં કાંઈ બગડી જતું નથી, કારણ કે આ બધાં સાદાં સાધનો છે, જટિલ નથી. આસ્તેકદમ ચાલ્યા કરે , હવે એને નથી ગાડુ ં ચલાવવા વિશેષ જ્ઞાનની જરૂર નથી. વાહનવ્યવહાર શાસ્ત્રને જાણવાની જરૂર. હા, બળદ પર કાબૂ રાખવા માટે રાશ-પરાશ જોઈએ. હવે જ ે રાજ્યનું સંચાલન કરે તેને કેટલી જાણકારી જોઈએ? આપણે આગળ જોયું તેમ મનુષ્ય-વિકાસ સાથે ઘટકો મોટાં થતાં ગયાં તેમ તેમ જાણકારી પણ વધતી ગઈ. વધારવી જરૂરી બની. મોટામાં મોટુ ં મંડળ રાજ્ય છે. એટલે વધારે માં વધારે જાણકાર મંડળ હોય તો રાજ્ય છે. આ વાત સમજાવતાં તે ઉદાહરણ આપે છે કે તમે એ પહાડ પર ચડતા જાવ, એક પછી એક શિખરો વટાવતાં ટોચે પહોંચ્યા ત્યાંથી તમને જ ેટલું દેખાય એટલું કાંઈ તળેટીમાં ઊભેલાને દેખાય નહીં. તમે કહી શકો કે દોડો દક્ષિણ બાજુ આગ લાગી છે, કારણ કે તમને દેખાય છે. પેલા તળેટીમાં ઊભેલાને દેખાતું નથી. હવે તમારું કહ્યું તળેટીવાળા ન કરે તો તો બધું સળગશે. એટલે તેણે તમારી આજ્ઞા માનવી જ જોઈએ. તેમને નથી દેખાતું તે તેમની મર્યાદા છે. તે એવી જગ્યાએ ઊભા છે — તો બીજી જ રીતે આ બધી સામાજિક સંસ્થાઓ પહાડ છે. પણ ટોચ પર રાજ્યસંસ્થા છે, એટલે બધાએ તેનું માનવું જોઈએ, કારણ કે તે બધું જોઈ શકે છે. એની આજ્ઞામાં સૌનું ભલું છે. આ પછી હે ગલ કહે છે કે આપણે નાગરિકો તો શરીરનાં રૂંવાડાં જ ેવાં છીએ. જ્યારે રાજ્ય તો नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

એક પછી એક શિખરો વટાવતાં ટોચે પહોંચ્યા ત્યાંથી તમને જેટલું દેખાય એટલું કાંઈ તળેટીમાં ઊભેલાને દેખાય નહીં. તમે કહી શકો કે દોડો દક્ષિણ બાજુ આગ લાગી છે, કારણ કે તમને દેખાય છે. પેલા તળેટીમાં ઊભેલાને દેખાતું નથી. હવે તમારું કહ્યું તળેટીવાળા ન કરે તો તો બધું સળગશે. એટલે તેણે તમારી આજ્ઞા માનવી જ જોઈએ

હાલતોચાલતો ઈશ્વર છે તેમ માનીને તેની પૂજા કરવી જોઈએ. આજ્ઞા માનવી જોઈએ, કારણ કે તેમાં સૌનું ભલું છે. પછી આગળ વાત લંબાવતાં હે ગલ કહે છે કે હા, કોઈ વાર રાજ્યનો નિર્ણય ખોટો હોઈ શકે પણ આપણે કાંઈ આંધળા માણસને ઘોડો કહે તા નથી. આંધળો માણસ પણ માણસ જ છે. આપણે માણસનું ગૌરવ જાળવીએ છીએ. તેમ રાજ્ય છેવટે ગમે તેવું હોય પણ રાજ્ય છે. તેનું ગૌરવ જાળવવું જોઈએ, તેનો સામનો ન કરાય. ગમે તેવું હોય તે આ પૃથ્વી પર હાલતોચાલતો ઈશ્વર છે. હે ગલ બીજી વાત પણ તેના અભ્યાસને આધારે કરે છે. હં ુ જ ે વિકાસની વાત કરું છુ ં તેની એક પ્રક્રિયા છે અને તેનો પાયો છે વૈચારિક પરિવર્તન. આ જગત વિચાર પર ચાલે છે. આ વિચાર પરિવર્તનની એક ગતિ છે જ ે ત્રિપદી છે. પહે લું એક પ્રતિપાદન થાય છે જ ેને આપણે વાદ કહીએ છીએ. અંગ્રેજીમાં તેને થીસિસ કહે છે. આ પ્રતિપાદન હં મેશાં અપૂર્ણ હોય છે. એટલે તેનો વિરોધ થાય છે એને આપણે પ્રતિવાદ કહીએ છીએ. અંગ્રેજીમાં ઍન્ટિથીસિસ કહે છે. આ બે વચ્ચે વૈચારિક સંઘર્ષ ચાલે છે. એમાંથી એક પરિણામ આવે છે, કારણ 43


રાજ્ય આજ ે મોટા ઉદ્યોગો પાછળ વિશેષ ખર્ચ કરે છે. પણ મોંઘવારી ડામતું નથી. તો આપણે માટે પ્રથમ મોંઘવારી ડામવામાં આવે પછી મોટા ઉદ્યોગોને મદદ થાય તે વાત યોગ્ય છે, સત્ય છે. રાજ્યનું જ્ઞાન–નિર્ણય–દર્શન ખોટુ ં છે. એટલે હે ગલનો દાવો માનવાની કોઈ જરૂર નથી. તેનું જ ઉદાહરણ લઈને કહીએ તો ડુગ ં રની ટોચ પરથી દવ દેખાય પણ કીડી ન દેખાય. એટલે તે કહે કે કીડી નથી અને આપણે નીચે ઊભા ઊભા કહીએ કે અહીં કીડી છે, ધ્યાન રાખીને ચાલજો તો આપણે સાચા છીએ. તે ઉપરથી કહી શકે કે કીડી દેખાતી જ નથી એટલે કીડી તે તમારો ભ્રમ છે. તમે કાંઈ જોતા નથી. પણ તે સત્ય નથી. રાજાના મહે લમાં રહી બત્રીસ ભોજન જમનારને તમારું શાક છીનવાયાની કેમ ખબર પડે? તે તો બત્રીસ ભોજન અને તેત્રીસ શાક ખાય છે. એટલે કહે વાયું છે કે ‘વેરર નૉઝ વ્હેર ધ શૂ પિંચીઝ’ જોડો પહે રનારને ખબર પડે છે કે જોડો ક્યાં ખૂંચે છે? એટલે તે જ કહી શકે કે જોડો ક્યાં પહોળો કરવાનો છે. એટલે રાજ્ય ઊંચી જગ્યાએ છે — જટિલ છે એ વાત સાચી છે. એના અધિકારો વધારે છે એ વાત પણ સાચી છે. પણ એનો અર્થ એવો નથી કે રાજ્યને બધી જ ખબર પડે છે. આપણે હે ગલ તરફ પૂરો આદર રાખ્યા પછી પણ આ કહે વું જ જોઈએ. હે ગલની બીજી વાતમાં તથ્ય જણાય છે, કારણ કે આપણને આ પ્રતિપાદનને ટેકો આપતા ઘણા દાખલા જોવા મળે છે. પણ તે પણ સંપૂર્ણ સત્ય છે એમ કહી શકાય નહીં પણ તે ચર્ચા જરા અઘરી છે એટલે તેમાં નહીં પડીએ.

આપણા ગામમાં પાણીની તાણ હોય તો તેની જાણ રાજ્યને વધુ હોય તેમ કહી શકાય નહીં. ગામડાનો પ્રશ્ન ગામડું જ વધુ જાણે, કારણ કે તે અનુભવે છે. બીજી રીતે જોઈએ તો રાજ્ય આજે મોટા ઉદ્યોગો પાછળ વિશેષ ખર્ચ કરે છે. પણ મોંઘવારી ડામતું નથી. તો આપણે માટે પ્રથમ મોંઘવારી ડામવામાં આવે પછી મોટા ઉદ્યોગોને મદદ થાય તે વાત યોગ્ય છે, સત્ય છે

કે બંને કંઈક એકબીજાની વાત સ્વીકારે છે, આ ત્રીજુ ં પગથિયું છે સંવાદ જ ેને અંગ્રેજીમાં સિન્થેસિસ કહે છે. આ સંવાદ લાંબે ગાળે સ્થિતિચુસ્ત બનતાં વાદ બની જાય છે. સંવાદ જ વાદ બને છે એટલે વળી, પાછો એનો પ્રતિવાદ ઊભો થઈ જાય છે અને તેમના સંઘર્ષમાંથી વળી, સંવાદ નિર્માય છે. હવે આપણે હે ગલની આ બંને વાત તપાસીએ. પહે લી એ વાત છે કે રાજ્યનું કોઈ પણ સંજોગોમાં માનવું, કારણ કે તે દીર્ઘદ્રષ્ટા છે, બધું જોઈ શકે છે, એટલે તેના આજ્ઞાપાલનમાં લોકોનું ભલું છે. આનો અર્થ એ નથી કે રાજ્ય ભૂલ નથી જ કરતું — પણ ભૂલ થાય તોપણ તેનું માનવું. અયોગ્ય હશે તોપણ તેનો એની મેળે રસ્તો નીકળશે. આ પાયો વાજબી નથી. આપણા ગામમાં પાણીની તાણ હોય તો તેની જાણ રાજ્યને વધુ હોય તેમ કહી શકાય નહીં. ગામડાનો પ્રશ્ન ગામડુ ં જ વધુ જાણે, કારણ કે તે અનુભવે છે. બીજી રીતે જોઈએ તો 

44

[ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


‘દીપનિર્વાણ’ની પ્રભાવકતા ધીરે ન્દ્ર મહેતા

કલાનાં ધોરણો પૂર્ણપણે જાળવી નહીં શકેલી કોઈ પણ જીવનના એકાદ વધુ ખૂણાને સ્પર્શી લેતો હોય કૃ તિ ઊંડો પ્રભાવ પાડીને ચિરં જીવી નીવડતી હોય છે, બીજી બાજુ કલાકૃ તિ તરીકે સ્વીકાર્ય બનેલી રચનાનો ખાસ કશો નોંધપાત્ર પ્રભાવ પડ્યો ન હોય એવું પણ જોવામાં આવે છે; ત્યારે એવો સંશય થાય છે કે સાહિત્યકૃ તિની સાર્થકતા ખરે ખર શામાં રહે લી છે, કલાકૃ તિ હોવામાં કે પ્રભાવક કૃ તિ નીવડવામાં? બનવાજોગ છે કે અહીં તરત એવો પ્રશ્ન પણ થાય કે કલાત્મકતા અને પ્રભાવકતા વચ્ચે શું અનિવાર્ય સંબંધ નથી? કલાના ક્ષેત્રમાં સમાવેશ પામતી કોઈ પણ કૃ તિએ જો કશો પણ પ્રભાવ પાડવાનો હોય તો તે તેની કલાનો. નવલકથાને પરિપ્રેક્ષ્યમાં રાખીને આ આખાય પ્રશ્નને વિચારીએ તો એ પ્રશ્ન પણ વિચારવાનો આવશે કે કલાકૃ તિ તરીકે કેટલી ઓછી નવલકથાઓ આજ સુધીમાં સંતર્પક નીવડી છે અને છતાં સાહિત્ય સ્વરૂપોને લાગેવળગે છે ત્યાં સુધી અર્વાચીનયુગમાં વિશાળ વાચકવર્ગ પર એના જ ેટલો ઊંડો અને દીર્ઘજીવી પ્રભાવ બીજા કયા સ્વરૂપનો પડ્યો છે? આનું કારણ શું, એ પ્રશ્ન વિચારવા જતાં ઉત્તર મળશે જીવન સાથેનો એનો ઘનિષ્ઠ સંબંધ. આથી તો કલાનું વ્યાકરણ બરોબર જાણતો હોય એવો નવલકથા લેખક ઘણીવાર એના નિયમનની બહાર જઈને સંવિધાનની શિથિલતા અંગે વિવેચકોની ખફગી વહોરી લઈને

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

છે.

આમ કહીને કલાને નામે છેડ ે બેસવાનો ઇરાદો હરગિજ નથી. પ્રભાવક નીવડેલી નવલકથામાં પણ કહે વાયેલી વાત જ ે સ્વરૂપે કહે વાઈ હોય છે તે સ્વરૂપે જો ન કહે વાઈ હોત તો કદાચ પાડી શકી હોય છે તેટલો અને તેવો પ્રભાવ ન પાડી શકી હોત એ નિર્વિવાદ હકીકત છે; પરં તુ કહે વાનો મતલબ એ છે કે આ સ્વરૂપની કૃ તિને ભાષાકીય ઓજારો કે સંવિધાનની દૃષ્ટિએ મૂલવવાનું આજ ે પણ સર્વથા હિતાવહ નથી. આ મંતવ્યને દર્શકની એક યશોદાયી નવલકથા દીપનિર્વાણના સંદર્ભમાં સમજાવવાનો અહીં ઉપક્રમ છે. કથાપોતમાં જુ દા જુ દા આટલા તંતુઓની ભાત પડેલી છે : (૧) આંતરકલહને કારણે ગણરાજ્યોનું વિલીનીકરણ : બ્રાહ્મણક, માલવક અને કઠ ગણરાજ્યો વચ્ચે અરસપરસ હં ુ સાતુંસી ચાલે છે. આને પરિણામે સુદત્ત સામે ચાલીને મગધનું આક્રમણ નોતરે છે. (૨) કોઈ પરદેશી સત્તા નહીં પરં તુ ગણનાગરિક દ્વારા જ થતું ગણરાજ્યોનું રક્ષણ : સુદત્ત પોતે ગણરાજ્યને બચાવવા પ્રવૃત્ત છદ્માવેશી આનંદને ઓળખી ગયા છતાં જવા દે છે, એટલું જ નહીં પરદેશી આક્રમક અગ્નિમિત્રને પકડવાનો માર્ગ સુચરિતા મારફત આનંદને ચીંધે છે. 45


(૩) સ્ત્રીબાલસાથી માટે સરજાયેલો સર્વનાશ : આ આખી હોનારતના મૂળમાં સુચરિતા માટે સુદત્ત અને આનંદની સ્પર્ધા રહે લી છે. (૪) કલાની ઉદ્ધારક શક્તિ : શિલ્પ કલાકૃ તિઓનો નાશ સુદત્તની આંખ ઉઘાડે છે. સુદત્તનું અંતિમ દર્શન પણ આનું ઇંગિત આપે છે. સુચરિતાની આંખે એ દર્શન ઝિલાયું છે: આવીને જુ એ તો સુદત્તે ઓઢણ ફગાવી દીધું હતું. હાથમાં કોઈક વસ્તુ મજબૂત રીતે પકડી હતી. એણે પાસે જઈને નાડી જોઈ. સુદત્તનો પ્રાણ ઊડી ગયો હતો. હાથમાં જુ એ તો સંથાગારની એક પ્રતિમાનો અંગૂઠો હતો.” (પૃ. ૩૧૧) (૫) સાંસ્કૃતિક સમન્વય દ્વારા જ ચિરસ્થાયી સંવાદની શક્યતા  : ખાસ કરીને મહાકાશ્યપ અને ઐલનાં ચરિત્રોનું ચિત્રણ આનું સૂચન કરે છે. (૬) વૈર નહીં પરં તુ પ્રેમની બલવત્તરતા : મૈનેન્દ્રકૃ ષ્ણા તથા ઇંદુકુમાર-રોહિણીને લગતાં ઘટકો આનો સંકેત આપે છે. આટલાં તંતુઓમાંથી એકેય તંતુ કથાપટથી છૂટો પડી જતો નથી કે અધવચ્ચે પૂરો થઈ જતો નથી, બલકે એ બધા પરસ્પર ગૂંથાઈને એક ભાત રચે છે. પરં તુ અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ બધા ઘટકોનો પૃથક્ પૃથક્ પ્રભાવ પડતો નથી. તો જોવાનું એ રહે છે કે આ આખી ગૂંથણીમાંથી ઊપસતી ભાત શાની છે કે આ કૃ તિમાં અંતિમ પ્રભાવ શાનો પડે છે? શ્રી મનસુખલાલ ઝવેરીએ કહ્યું છે: એ વિદ્વાન અને સંસ્કૃત છે. એ વિચારશીલ ચિંતક પણ છે અને ઉત્તમ રીતે વાર્તા પણ કહી શકે છે. જીવનનું એમની પાસે વિશિષ્ટ દર્શન છે અને એ દર્શનને એ પોતાની નવલકથાના માધ્યમ દ્વારા વ્યક્ત કરે છે. એમની નવલકથાઓ 46

વિશિષ્ટ સ્થાનને પામી હોય તો તેમાં આ જીવનદર્શનનો ફાળો ઓછો નથી. (અભિગમ, પૃ. ૧૨૩-૨૪) દીપનિર્વાણ વિશે વિચાર કરતાં એ વાત ધ્યાનમાં આવ્યા વિના નહીં રહે કે આ દરે ક ઘટકમાંથી દર્શકનું મૂલ્યદર્શન સ્ફુરે છે અને આખી કૃ તિને એકત્વ અર્પે છે. સુદત્ત-આનંદની ખેંચતાણમાં બ્રાહ્મણક-માલવક વચ્ચેનું વૈમનસ્ય ડોકિયાં કર્યા વગર રહે તું નથી. જોવા જ ેવું તો એ છે કે શરૂઆતમાં એમ લાગે છે કે સુદત્ત કેવળ દ્વેષથી દાઝીને મગધ સાથે ભળી ગયો પરં તુ અંત ભાગમાં સુચરિતા આગળ ખુલાસો કરતાં એ કહે છે: કાંઈક ભૂલ થઈ છે. મેં મારે કાનોકાન સાંભળ્યું છે. ચારુદત્ત આર્યાને કહે તો હતો, એણે તને ખરે ખર તો વિહારિકાની દીક્ષા આપી છે, સાધ્વીની નહીં. એટલે જ હં ુ વધુ ગાંડો થયો. તું, ચારુદત્ત, મહાકાશ્યપ, આર્યા ને મારા પિતા — બધાં મળીને મને ઠગતાં હતાં. હં ુ માર્ગમાંથી દૂર થાઉં તે માટે આ બધો વેશ ઊભો કર્યો હતો, ને હં ુ દૂર ચાલ્યો જાઉં એટલે આનંદની સાથે તારું લગ્ન કરાવવાનું હતું. (પૃ. ૩૧૦) આ છળકપટની આશંકા, મૂલ્યની જાળવણીમાં શિથિલતા તેના મનમાં પ્રતિક્રિયા જન્માવે છે અને બધી ખાનાખરાબી સરજાય છે. આ રહસ્ય લેખકે છેક સુધી ગોપિત રાખ્યું છે  —  મૂલ્યશિથિલતા અંગે તેની આશંકા છેક લગી અખંડ રાખી છે તેની પાછળ તેમની કથાયોજનાની દૃષ્ટિ કામ કરી રહી છે. જ ેવી એ આશંકા તૂટ ે છે કે તરત એ પોતાની ભૂલ સુધારી લે છે. સ્વદેશ કર્તવ્યનું મૂલ્ય ઉપર આવે છે અને પોતે જ સુચરિતાને ગણોને બચાવવાનો માર્ગ દેખાડે છે — આનંદને જ સંદેશો અને રાજમુદ્રા મોકલે છે. આ બે મૂલ્યોની વચ્ચે કથાનો ઠીક ઠીક મોટો પટ વિસ્તરે લો છે. [ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


આ ત્રણે સૂત્રોનો એકસાથેનો વણાટ પણ આ રીતે ધ્યાનમાં આવશે. સાથોસાથ એ પણ ધ્યાનમાં આવ્યા વિના નહીં રહે કે આ વણાટના ઝીણા ઝીણા તંતુઓ પણ મૂલ્યદૃષ્ટિને કેવી સાચવીને વણાતા આવે છે; જ ેમ કે સુચરિતાના મનમાં સુદત્ત અને આનંદ અંગે મંથન ચાલે છે ત્યારે ખુદ સુચરિતાના પિતા મહાકાશ્યપ તર્કછળનો આશરો લીધા વિના નિષ્પક્ષ રહીને કહે છે: અયોગ્ય કાર્યના પરિણામમાંથી છટકી જવું એ રસ્તો નથી — તો અવિવેકની સજા જ વિશ્વમાં ન હોત. એનો રસ્તો હસતાં હસતાં પરિણામો વેઠવાં એ જ છે. હવે તો સુદત્તને સદ્બુદ્ધિ સૂઝે તે જ એક આશાદીપક. તો… તો સુચરિતાને સુદત્તવધૂ થવું પડશે?’ જો જીવતી રહે શે તો—’ મહાશ્યપે કાળવાણી ઉચ્ચારી.’ આનંદ માથું ધુણાવતો ધુણાવતો કહે વા માંડ્યો: ‘એ તે કદી બને, ભગવન? એ તે સહન થાય? એવું તે શું પાપ કરી નાખ્યું છે?’ સુદત્તની આશા ભાંગવી એ શું ઓછુ ં પાપ લાગે છે આનંદ? તારી પોતાની જ વ્યથા પરથી તે કલ્પી જો! એણે ન્યાયાલયમાં ‘તમે મને ગાંડો કર્યો છે’ એમ કહ્યું ત્યારે નહોતો સમજ્યો ને ઊલટો એને વઢેલો, પણ આ વાત સાંભળ્યા પછી મને દીવા જ ેવું દેખાય છે કે એની વાતમાં તથ્યાંશ છે. માનવીનું હૈ યું ભાંગી નાખવા જ ેવું પાપ બીજુ ં કયું છે? પાપ? પાપ નહીં તો અપરાધ — ભલેને અજ્ઞાનમાં થયેલ હોય; પણ સુદત્તે કાંઈ માત્ર અંગૂઠીને લીધે જ આશા નહીં બાંધી હે ય. અંગૂઠી આપતાં પહે લાં અને પછી અનેક તાર વીંટાયા હશે. તો આપ બધો વાંક સુચરિતાનો જ કાઢો છો? नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

ના, બંનેનો છે. બંને અધીરાં થયાં — અસ્પષ્ટ રહ્યાં — અવિવેકી કે અનુદાર થયાં — બંને ફળ ભોગવે છે. ને હં ુ શા માટે ભોગવું? ‘પ્રેમનો મહિમા ગાવા.’ પછી થોડી વાર થોભીને ભાષ્ય કરતા હોય તેમ કહે : ‘ઈશ્વરની દુનિયામાં એક કૃ ત્યની એક જ અસર નથી હોતી. સૂર્યનાં કિરણો કેટલાં બળોને મુક્ત કરે છે અને એકલું અંધારું નાશ કરીને નથી બેસી રહે તાં. ચરાચરને પ્રવૃત્તિશીલ કરે છે. એમ જ કર્મ અનેક સ્થાને અનેક ભાવે વ્યાપે છે.’ (પૃ. ૧૪૯-૫૦) આ આટલો લાંબો અંશ અહીં ઉતારવાનું પ્રયોજન એ દર્શાવવાનું પણ છે કે દીપનિર્વાણમાં મૂલ્ય આત્મીયજનો સાથે સંઘર્ષ કરતું કરતું કેવું સર્વોપરી સિદ્ધ થાય છે. સુદત્ત અને આનંદને સજા થાય છે તે આનું બીજુ ં દષ્ટાંત છે તો ગૌતમી સંઘને નિરપવાદ રાખવા પ્રવજ્યા લે છે એ ત્રીજુ ં દૃષ્ટાંત છે. નગરશ્રેષ્ઠી ધનપાલ ગણદ્રોહી પુત્ર સુદત્તને કૃ પાણ હુલાવી દે છે તો બીજી બાજુ શત્રુ મગધકુ માર ઇંદુની મહાકાશ્યપ ગણજનોને ભોગે પણ રક્ષા કરે છે — આ વિરોધાભાસો મૂલ્યદૃષ્ટિને સ્પષ્ટ કરે છે. કથાની શરૂઆતમાં આનંદ — બ્રાહ્મણક યુવક માલવક ગણમાં આચાર્ય મહાકાશ્યપ પાસે વિદ્યાભ્યાસ કરવા આવે છે. સામાન્ય રીતે બ્રાહ્મણકો માલવક ગણમાં જતા નહોતા પરં તુ મહાકાશ્યપ એને તેડાવે છે. એની માતા બ્રાહ્મણક અને પિતા કઠગણવાસી છે. એ પોતે માલવક કન્યા સુચરિતાને ચાહે છે. આ બધા પ્રેમસંબંધતંતુઓ કથાના વિકાસની સાથે આંતરિક રીતે સંવાદની મૂલ્યસૃષ્ટિ રચતા આવે છે. શક સેનાની મૈનેન્દ્ર અને કેકયકન્યા કૃ ષ્ણા, મગધકુ માર ઇંદુ અને કઠકન્યા રોહિણી એ તંતુઓને વિસ્તારે છે. કૃ ષ્ણા (વખત આવ્યે મૈનેન્દ્રની 47


ત્યાં કૃ ષ્ણા આચાર્ય શીલભદ્રને સંબોધીને કહે છે: ‘એમને સંસ્કારવા એકલા ઐલદાદા બસ નથી. તમે બે ગુરુ થશો ત્યારે જરાક રીતમાં આવશે!’ એ વખતે સુચરિતા તરત ઉમેરે છે: “બૈય પૂરા નથી, ત્રીજા તમે પણ જોઈશો.” (પૃ. ૩૨૨) અહીં પ્રેમતત્ત્વની બલત્તરતા સિદ્ધ થાય છે. અલબત્ત, અહીં પણ સંસ્કારનો સંદર્ભ છે અને આમાં જ દીપનિર્વાણની પ્રભાવકતા રહે લી છે. કૃ તિને અંતે આવતાં દૃશ્યમાં આચાર્ય શીલભદ્ર, આસંગ અને આત્રેય દેખાય છે; મહાકાશ્યપ, ઐલ પ્રત્યક્ષ નથી તોપણ એમની હાજરી તો અનુભવાય છે. મુખ્યત્વે આ પાત્રો દીપનિર્વાણની પ્રભાવકતામાં નિમિત્તભૂત છે પરં તુ આ અધ્યયન એમ સૂચવે છે કે આ માત્ર પાત્રસંવિધાનનું કૌશલ નથી, એના સર્જકની મૂલ્યશ્રદ્ધાનો જ ે અદૃષ્ટ બલિષ્ઠ રણકો એમાંથી ઊઠે છે એની આ પ્રભાવકતા છે. ભાષાકીય તપાસ કે સંવિધાન તથા રચનારીતિના વિવેચન ક્ષેત્રમાં આવી ન શકતા ભાવકના આ પ્રતિભાવને કૃ તિનિષ્ઠ વિવેચનના આગ્રહી અપ્રસ્તુત ગણી શકે પરં તુ એમ કરવા જતાં કૃ તિમાંથી જ મળતી આ મૂલ્યવાન ઉપલબ્ધિથી વંચિત રહે વાનું આવે કારણ કે એ માત્ર કૃ તિ સાથે નહીં, કર્તા સાથે પણ સંબંધિત બાબત છે. શ્રી ઉમાશંકર જોશી દીપનિર્વાણને “ગોવર્ધનરામ પછીની અગ્રગણ્ય નવલકથા — ખાસ કરીને ગોવર્ધનરામે નિરૂપેલા ‘સાક્ષરજીવન’ના ઉચ્ચ આદર્શની જ ેનામાં કાંઈક ઝાંખી થતી હોય એવા એક લેખકની કૃ તિ” કહે છે તે આ સંદર્ભમાં સૂચક લાગે છે.

સામે રહીને લડવા તૈયાર થાય છે-એ) મૈનેન્દ્રની પત્ની બનીને તેનું ભારતવર્ષ પરનું આક્રમણ અટકાવવા ઇચ્છતી નથી, પ્રેમનો એ રીતનો ઉપયોગ કરવા ઇચ્છતી નથી એમાં પ્રેમ એક મૂલ્ય સ્વરૂપે બહાર આવે છે એટલું જ નહીં પણ મૈનેન્દ્રની સામે યુદ્ધમાં ઊતરવા તૈયાર થાય છે કારણ કે એને મન સ્વદેશરક્ષાનું મૂલ્ય ઓેછુ ં નથી. છેવટે મૈનેન્દ્રને સમજાય છે કે “આર્યાવર્તને જીતવો સહે લ હતો, પણ આર્યસંસ્કૃતિને હરાવવી મુશ્કેલ હતી.” શાસ્ત્રનિધિ ઐલ પુત્રી કૃ ષ્ણાના વિવાહસમારં ભમાં શક સરદારોને રત્નથાળ ભેટ ધરતાં કહે છે: ‘પણ એક શરતે આપું છુ ં હો? તમારાં સંતાનોને અહીં જ ભણવા મોકલવાં પડશે.’ (પૃ. ૨૨૭) શાસ્ત્રનિધિ ઐલે જ આનંદને કહે લું તે અત્રે યાદ આવે છે: આ બધા જ ેને બર્બરો, અસુરો ને રાક્ષસો કહે છે તેને સંહાર્યે આપણે નહીં પહોંચીએ, તે તો તુંય જાણે છે. નહિતર સુરાષ્ટ્ર ને મીનનગર એમના હાથમાં ન હોત. તેમ જ એમનાથી આમ અભડાઈને-ભડકીને પાછા ભાગશું તેય નહીં પોસાય. તેમને વશ કરવા પડશે. તેમને સંસ્કારવા પડશે. સહસ્રબાહુ જનાર્દનના એય હાથ છે. વાઢ્યે નહીં વઢાય. હં ુ એને સંસ્કારીશ. એમ કરતાં હં ુ એમની પાસેથી કાંઈક શીખીશ જ ેમકે અશ્વવિદ્યા. શકો એ વિદ્યાના સ્વામી છે. ને પછી એને કહીશ જા, તારે વિજયતૃપ્તિ કરવી હોય તો તારા ભાઈઓને કાપ. પણ અભેદ થયો હોય ત્યાં કોણ કોને મારે ? (પૃ. ૧૬૯) કૃ તિને અંતે આ દિશા ખૂલતી જણાય છે. પરં તુ

[દર્શક અધ્યયનગ્રંથમાંથી]

48

[ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કું ભ ગાંધીજી હિં દુ ધર્મમાં કુંભ મેળાનું આગવું મહત્ત્વ લેખાય છે અને સામાન્ય રીતે હિં દુ જનમાનસમાં આ ધાર્મિક-સાંસ્કૃતિક પર્વમાં સામેલ થવાનો અનેરો ઉત્સાહ પણ જોવા મળે છે. હાલ અલાહાબાદ ખાતે કુંભ મેળાનો આરં ભ મકરસંક્રાતિએ થયો છે અને માર્ચના શરૂઆતના અઠવાડિયા સુધી દેશ-દુનિયામાંથી શ્રદ્ધાળુઓ અહીંયા પોતાની આસ્થા અર્થે આવશે. કુંભ મેળો આયોજનની દૃષ્ટિએ પણ મહત્ત્વનો લેખાય છે, જ્યાં હં ગામી ધોરણે એક આખું નગર વસાવવામાં આવે છે અને હવે તો કુંભ મેળાને યુનેસ્કોએ પણ ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’(Intangible Cultural Heritage)ની યાદીમાં સામેલ કર્યો છે. કુંભ મેળાનો જ ે જ્વલંત વર્તમાન દેખા દે છે, એ જ રીતે ઇતિહાસનાં કેટલાંક પૃષ્ઠો પર તેની ઝલકની નોંધ શબ્દરૂપે થઈ છે. ગાંધીજીએ પોતાના કુંભના અનુભવ વિશે આત્મકથામાં એક સ્વતંત્ર પ્રકરણ આલેખ્યું છે; જ ેમાં ધર્મના નામે ચાલતા પાખંડો વિશે પણ ગાંધીજીએ ટીકા કરી છે. તે વખતનાં ગાંધીજીનાં કુંભ વિશેનાં રૂબરૂ દર્શન-દૃષ્ટિકોણ જાણવા જ ેવાં છે…

…આ ૧૯૧૫ની સાલમાં હરદ્વારમાં કુંભમેળો ઠરાવ હતો. મગનલાલ ગાંધી શાંતિનિકેતનમાં રહે લી

હતો. તેમાં જવાની મને તીવ્ર ઇચ્છા નહોતી. પણ મારે મહાત્મા મુનશીરામજીનાં દર્શને તો જવું જ હતું. કુંભને સમયે ગોખલેની સેવકસમાજ ે એક મોટી ટુકડી મોકલી હતી. તેની વ્યવસ્થા શ્રી હૃદયનાથ કુંઝરુને હાથ હતી. મરહૂમ દાક્તર દેવ પણ તેમાં હતા. આમાં મદદ કરવા મારી ટુકડીને પણ લઈ જવી એવો

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

ટુકડીને લઈને મારાથી પહે લાં હરદ્વાર પહોંચી ગયા હતા. હં ુ રં ગૂનથી વળી તેમની સાથે જોડાઈ ગયો. કલકત્તેથી હરદ્વાર પહોંચતાં ખૂબ મૂંઝાવું પડેલું. ડબ્બાઓમાં કેટલીક વેળા દીવાબત્તી પણ ન મળે. શહરાનપુરથી તો માલના કે ઢોરના ડબ્બામાં જ ઉતારુઓને પૂરવામાં આવ્યા હતા. ઉઘાડા ડબ્બા

49


ઉપર મધ્યાહ્નનો સૂરજ તપે ને નીચે નકરી લોખંડની ભોંય, પછી અકળામણનું શું પૂછવું? છતાં ભાવિક હિં દુ ઘણી તરસ છતાં ‘મુસલમાન પાણી’ આવે તે ન જ પીએ. ‘હિં દુ પાણી’નો પોકાર થાય ત્યારે જ પાણી પીએ. આ જ ભાવિક હિં દુને દવામાં દાક્તર દારૂ આપે, મુસલમાન કે ખ્રિસ્તી પાણી આપે, માંસનું સત્ત્વ આપે, તે લેવામાં ન સંકોચ આવે ને ન પૂછવાપણું હોય. અમે શાંતિનિકેતનમાં જ જોયું હતું કે ભંગીનું કામ કરવું એ તો અમારો હિં દુસ્તાનમાં વિશેષ ધંધો થઈ જ પડશે. સેવકોને સારુ કોઈ ધર્મશાળામાં તંબૂ તાણવામાં આવ્યા હતા. પાયખાનાને સારુ દાક્તર દેવે ખાડા ખોદાવ્યા હતા. પણ તે ખાડાની વ્યવસ્થા દાક્તર દેવ તો આવે સમયે જ ે થોડા પગારદાર ભંગી મળી શકે તેમની જ મારફતે કરાવી શકે ના? આ ખાડાઓમાં પડતો મળ વખતોવખત ઢાંકવાનું ને તેને બીજી રીતે સાફ રાખવાનું કામ ફિનિક્સની ટુકડીએ ઉપાડી લેવાની મારી માગણીનો દાક્તર દેવે ખુશીની સાથે સ્વીકાર કર્યો. આ સેવા કરવાની માગણી કરનારો હં ુ , પણ કરવાનો બોજો ઉપાડનાર મગનલાલ ગાંધી. મારો ધંધો તો ઘણે ભાગે તંબૂમાં બેસી ‘દર્શન’ દેવાનો અને અનેક યાત્રાળુઓ આવે તેમની સાથે ધર્મની અને એવી બીજી ચર્ચાઓ કરવાનો થઈ પડ્યો. દર્શન દેતાં હં ુ અકળાયો. તેમાંથી એક મિનિટની ફુરસદ ન મળે. નાહવા જાઉં તોયે દર્શનાભિલાષી મને એકલો ન છોડે. ફળાહાર કરતો હોઉં ત્યારે તો એકાંત હોય જ ક્યાંથી? તંબૂમાં ક્યાંયે એક ક્ષણને સારુ પણ એકલો બેસી નહોતો શક્યો. દક્ષિણ આફ્રિકામાં જ ે કંઈ સેવા થઈ શકી હતી તેની આટલી ઊંડી અસર આખા ભરતખંડમાં થઈ હશે તે મેં હરદ્વારમાં અનુભવ્યું. હં ુ તો ઘંટીનાં પડની વચ્ચે પિસાવા લાગ્યો. છતો 50

ન હોઉં ત્યાં ત્રીજા વર્ગના મુસાફર તરીકે અગવડો ભોગવું, જ્યાં ઊતરું ત્યાં દર્શનાર્થીના પ્રેમથી અકળાઉં. બેમાંથી કઈ સ્થિતિ વધારે દયાજનક હશે એ કહે વું ઘણી વાર મારે સારુ મુશ્કેલ થઈ પડ્યું છે. દર્શનાર્થીના પ્રેમના પ્રદર્શનથી મને ઘણી વેળા ક્રોધ આવ્યો છે ને મનમાં તો તેથીયે વધારે વેળા બળ્યો છુ ,ં એટલું જાણું છુ .ં ત્રીજા વર્ગની હાડમારીથી મને અગવડ પડી છે, પણ ક્રોધ ભાગ્યે જ છૂટ્યો છે અને એથી મારી તો ઉન્નતિ જ થઈ છે. આ સમયે મારામાં હરવાફરવાની શક્તિ ઠીક હતી, તેથી હં ુ ઠીક ઠીક ભટકી શક્યો હતો. તે વખતે એટલો પ્રસિદ્ધ નહોતો થયો કે રસ્તાઓમાં ફરવાનું ભાગ્યે જ બની શકે. ભ્રમણમાં મેં લોકોની ધર્મભાવના કરતાં તેમનું બેબાકળાપણું, તેમની ચંચળતા, પાખંડ, અવ્યવસ્થા બહુ જોયાં. સાધુઓનો રાફડો ફાટ્યો હતો. તે કેવળ માલપૂડા ને ખીર જમવાને જ જન્મ્યા હોય એવા જણાયા. અહીં મેં પાંચ પગાળી ગાય જોઈ. હં ુ તો આશ્ચર્ય પામ્યો. પણ અનુભવી માણસોએ મારું અજ્ઞાન તરત દૂર કર્યું. પાંચ પગાળી ગાય તો દુષ્ટ લોભી લોકોનું બલિદાન હતું. આ ગાયની કાંધમાં વાછડાના જીવતા પગ કાપીને, કાંધને છેદી તેમાં તે ચોંટાડી દેવામાં આવતા હતા, ને આ બેવડી ઘાતકી ક્રિયાનું પરિણામ અજ્ઞાની લોકોને ધૂતવાને સારુ વાપરવામાં આવતું હતું. પાંચ પગાળી ગાયનાં દર્શન કરવા કયો હિં દુ ન લલચાય? તે દર્શનને સારુ તે જ ેટલું દાન દે તેટલું થોડુ.ં કુંભનો દિવસ આવ્યો. મારે સારુ એ ધન્ય ઘડી હતી. હં ુ યાત્રાની ભાવનાથી હરદ્વાર નહોતો ગયો. મને તીર્થક્ષેત્રોમાં પવિત્રતાની શોધે જવાનો મોહ કદી નથી રહ્યો. પણ સત્તર લાખ માણસો પાખંડી હોય નહીં. મેળામાં સત્તર લાખ માણસો આવ્યાં હશે એમ કહે વાયું હતું. આમાં અસંખ્ય માણસો [ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


જમી લેવાનું વ્રત લેવાનો નિશ્ચય કર્યો. મેં જોયું કે, જો હં ુ મર્યાદા નહીં જાળવું તો યજમાનોને ભારે અગવડરૂપ થઈશ ને સેવા કરવાને બદલે દરે ક જગ્યાએ મારી સેવામાં જ લોકોને રોકતો થઈ જઈશ. તેથી ચોવીસ કલાકમાં પાંચ વસ્તુઓ ઉપરાંત કંઈ ખાવાનું ન લેવાનું ને રાત્રિભોજનત્યાગનું વ્રત લીધું જ. બંનેની કઠિનાઈનો પૂરો વિચાર કરી લીધો. આ વ્રતોમાં એક પણ બારી ન રાખવાનો નિશ્ચય કર્યો. માંદગીમાં દવારૂપે ઘણી વસ્તુઓ લેવી કે ન લેવી, દવાને વસ્તુમાં ગણવી કે ન ગણવી, આ બધી વાતો વિચારી લીધી, ને નિશ્ચય કર્યો કે ખાવાના કોઈ પણ પદાર્થો પાંચ ઉપરાંત ન લેવા. આ બે વ્રતોને તેર વર્ષ થયાં. તેમણે મારી પરીક્ષા ઠીક કરી છે. પણ જ ેમ પરીક્ષા કરી છે તેમ તે મારે સારુ ઢાલરૂપ પણ ઠીક બન્યાં છે. આ વ્રતોએ મારી જિંદગી લંબાવી છે એવો મારો અભિપ્રાય છે. તેથી હં ુ ઘણીયે વેળા માંદગીઓમાંથી બચી ગયો છુ ં એમ માનું છુ .ં

પુણ્ય કમાવાને સારુ, શુદ્ધિ મેળવવાને સારુ આવેલાં એને વિશે મને શંકા નહોતી. આવા પ્રકારની શ્રદ્ધા કેટલે સુધી આત્માને ચડાવતી હશે એ કહે વું અશક્ય નહીં તો મુશ્કેલ તો છે જ. પથારીમાં પડ્યો પડ્યો હં ુ વિચારસાગરમાં ડૂ બ્યો. ચોમેર ફે લાયેલા પાખંડમાં મજકૂ ર પવિત્ર આત્માઓ પણ છે. તેઓ ઈશ્વરના દરબારમાં સજાપાત્ર નહીં ગણાય. જો હરદ્વારમાં આવે સમયે આવવું જ પાપ હોય તો મારે જાહે ર રીતે વિરોધ કરી કુંભને દિવસે તો હરદ્વારનો ત્યાગ જ કરવો જોઈએ. જો આવવામાં ને કુંભને દહાડે રહે વામાં પાપ ન હોય તો મારે કંઈક ને કંઈક કડક વ્રત લઈને ચાલતા પાપનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, આત્મશુદ્ધિ કરવી જોઈએ. મારું જીવન વ્રતો ઉપર રચાયેલું છે, તેથી કંઈક કઠિન વ્રત લેવાનો નિશ્ચય કર્યો. કલકત્તા અને રં ગૂનમાં મારે નિમિત્તે યજમાનોને થયેલા અનાવશ્યક પરિશ્રમનું મને સ્મરણ થયું, તેથી મેં ખોરાકની વસ્તુઓની મર્યાદા બાંધવાનો ને અંધારા પહે લાં 

ગાંધીજીવન વિષયક કેટલાંક પુસ્તકો અહિં સાનો પહે લો પ્રયોગ— સં. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ સત્યના પ્રયોગો અથવા આત્મકથા (કાચું પૂંઠુ)ં સત્યના પ્રયોગો અથવા આત્મકથા (ડિલક્સ)

₨ 50.00 ₨ 80.00 ₨ 250.00

ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા

₨ 40.00

ગાંધીજીનું જીવન એમના જ શબ્દોમાં

₨ 20.00

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ₨ 100.00 મારી જીવનકથા —  ગાંધીજી

₨ 30.00

ગાંધીકથા ઉમાશંકર જોશી

₨ 15.00

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

ગાંધીજીનું પહે લું ચરિત્ર જોસફ ડોક ગાંધીબાપુ કુ દસિયા જ ૈદી અનુ. જિતેન્દ્ર દેસાઈ

₨ 30.00

ગાંધીજી જુ ગતરામ દવે

₨ 20.00

જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધી

₨ 400.00

દિલ્હીમાં ગાંધીજી ભાગ — ૧, ૨

₨ 500.00

પહે લો ગિરમીટિયો ગિરિરાજ કિશોર

₨ 350.00

પહે લો ગિરમીટિયો (સંક્ષિપ્ત)

₨ 150.00

બિહાર પછી દિલ્હી

₨ 250.00

મોહનમાંથી મહાત્મા  રામનારાયણ પાઠક ₨ 150.00 મહાત્મા ગાંધીજી મીરા ભટ્ટ

₨ 22.00

51


ચીકુ વાડીના ગાંધીવાદી જીવનશિલ્પી કાંતિદાદાની વિદાય મણિલાલ એમ. પટેલ

કાંતિભાઈ પટેલ (કાંતિદાદા) નામની એક વિશ્વ તો અંક આગળ અનેક મીંડાં આવે તેવી કીમતી

વિખ્યાત ગુરર્જ વિભૂતિએ ૯૪ વર્ષની વયે હમણાં [તા. : ૮ જાન્યુઆરી, ૨૦૧૯] આપણી વચ્ચેથી વિદાય લીધી. ચરોતરની ભૂમિએ ગુજરાતને સરદાર, ગોપાળદાસ, વિઠ્ઠલભાઈ, રવિશંકર મહારાજ, ભાઈકાકા, એચ. એમ. પટેલ, ત્રિભુવનદાસ અને બાબુભાઈ જશભાઈ પટેલ સહિતનાં અનેક રત્નો આપ્યાં; તેમાં ભાઈકાકાનાં જ ગામ સોજિત્રાના વતની ને આંતરરાષ્ટ્રિય શિલ્પી કાંતિભાઈ પટેલ પણ હતા. તેઓ માત્ર શિલ્પી જ નહોતા પણ ગાંધીયુગમાં ઉછરે લા જીવનશિલ્પી હતા. ગાંધીજીના વિચારોને તેમણે જીવનમાં ચરિતાર્થ કર્યા હતા. અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તારમાં તળાવની પાસે એક ચીકુ વાડીનું સુંદર મજાનું ઉપવન જ ેવું રમણીય સ્થળ છે. લગભગ બે એકરનાં આ ઉપવનનું નૈસર્ગિક વાતાવરણ ગાંધીઆશ્રમ જ ેવું છે. અહીં કલાધર્મી કાંતિભાઈનો નયનરમ્ય કલાત્મક સ્ટુડિયો ઉપરાંત ચીકુ વાડી છે. ઋષિપરં પરાના કલાસાધક સાદા, સરળ ને ગાંધીવિચારને વરે લા કાંતિદાદાના આ શિલ્પ-આશ્રમમાં પક્ષીઓ, વૃક્ષો ને સર્વસૃષ્ટિનો સુંદર જમાવડો જોવા મળે છે. વાડીનાં ચીકુ ઉતારીને વેચવામાં આવતાં નથી. પક્ષીઓ ને માણસો માટે તેનો સાર્વજનિક ઉપયોગ થાય છે. મોર સહિતનાં અનેક પક્ષીઓ મુક્ત મને અહીં વિચરે છે ને ચીકુ ખાય છે. ગાંધીવિચારની વાતો તો ઘણાબધા કરે છે પણ કાંતિભાઈએ તેને જીવનમાં અમલી બનાવ્યો હતો. ચાંદલોડિયા તળાવ પાસે આવેલી આ બે એકર જમીનની કિંમત કોઈ બિલ્ડરને પૂછો કે કેટલી થાય 52

જમીન સ્ટુડિયો સાથે તેમણે ભારતીય લલિતકલા અકાદમી-દિલ્હીને ભાવી શિલ્પીઓનાં ઘડતર માટે વિનામૂલ્યે ભેટમાં આપી દીધી હતી. આ સંકલ્પ તેમણે ૨૫ વર્ષ અગાઉ કર્યો હતો. ખાદીનો સદરો ને લેંઘો પહે રેલા અત્યંત સરળ છતાં માત્ર શિલ્પી નહીં પણ ઉચ્ચ કક્ષાના ચિંતક ને વિચારક હતા. તેમનાં જીવન પર ગાંધીયુગનો જબરજસ્ત પ્રભાવ હતો. પદ્મશ્રી સહિત રાષ્ટ્રિય ને આંતરરાષ્ટ્રિય અનેક સન્માન મેળવનાર કાંતિદાદા એવા શિલ્પી હતા કે જ ેમણે ગાંધીજીના વર્ધા સેવાગ્રામ આશ્રમ ખાતે અગિયાર દિવસ રહીને ગાંધીજીનાં સાંનિધ્યમાં તેમનું ચિત્ર દોર્યું હતું અને તેના પર તેમના હસ્તાક્ષર

[ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


પણ મેળવ્યા હતા. ચિત્ર પર ગાંધીજીના હસ્તાક્ષર મેળવવાના પાંચ રૂપિયા તેમણે ગાંધીજીને ચૂકવ્યા હતા, કેમ કે ગાંધીજી પાસે હસ્તાક્ષર મેળવવા બહુ લોકો આવતાં, એટલે ગાંધીજી હસ્તાક્ષરના પાંચ રૂપિયા લઈને એકત્ર થતું ભંડોળ હરિજન વિકાસ ભંડોળમાં આપી દેતા હતા. ગાંધીજી સાથેના અગિયાર દિવસના સહવાસમાં એક દિવસ કાંતિભાઈએ ગાંધીજીને કહ્યું કે, અહીં ખૂબ લોકો આવે છે એટલે મને ચિત્ર દોરવામાં ડિસ્ટર્બ થાય છે માટે અંદર બેસવાની મંજૂરી આપો તો સારું . ગાંધીજીએ આશ્રમમાં માતૃભાષામાં જ બોલવાનો નિયમ કર્યો હોવાથી ‘ડિસ્ટર્બ’ શબ્દ બોલવા બદલ કાંતિભાઈને બે આના દંડ કર્યો હતો. ૧૯૪૮માં તેમણે પ્રથમ પૂરા કદની વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમા બનાવી ત્યારે સરદારની ઉપસ્થિતિમાં ક. મા. મુનશીના હસ્તે તેનું અનાવરણ થયું ત્યારે સરદારના હસ્તે મેડલ મેળવવાનું સદ્ભાગ્ય કાંતિભાઈને પ્રાપ્ત થયું હતું. તેમણે બનાવેલી ગાંધીજીની પ્રતિમાઓ લંડન, ન્યૂયોર્ક, નાઇરોબી ને જોહાનિસબર્ગ સહિત વિશ્વનાં અનેક સ્થળોએ સ્થાપિત છે. અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ પરની દાંડીયાત્રાની ગાંધીજીની પ્રતિમા, ગાંધીઆશ્રમ અને નવજીવનમાં ધ્યાનમુદ્રાવાળી બેઠલ ે ી ગાંધીજીની પ્રતિમા અને નહે રુબ્રિજના છેડ ે આવેલી ઇંદુચાચાની પ્રતિમા પણ તેમણે બનાવેલી છે. સરદારની તેમણે બનાવેલી પ્રતિમાઓ સુરત, આણંદ, વડોદરા, વલ્લભવિદ્યાનગર સહિતનાં નગરોમાં છે. રવીન્દ્રનાથ ટાગોર, રામકૃ ષ્ણ પરમહં સ, શારદામણિદેવી, વિનોબા, રવિશંકર મહારાજ, લાલબહાદુર શાસ્ત્રી, વિવેકાનંદ, ડૉ. વિક્રમ સારાભાઈ, મધર મેરી, શંકરાચાર્ય, આઇન્સ્ટાઇન, મા આનંદમયી અને શ્રીમદ્ રાજચંદ્ર સહિત વિભૂતિઓની તેમણે બનાવેલી પ્રતિમાઓ અનેક સ્થળે છે. नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

ગાંધીજીની પેઠ ે વિનોબાનું ચિત્ર પણ તેમણે તેમની હાજરીમાં જ બનાવ્યું હતું. હં ુ ને મિત્ર ડંકેશ ઓઝા એક વાર પીઢ ગાંધીવાદી મોતીભાઈ ચૌધરીની પ્રતિમા માટે તેમને મળવા ગયા હતા ત્યારે તેમણે હજારો ફોટોગ્રાફ જોયા ને કહ્યું કે તાત્કાલિક નહીં બને. તેઓ માત્ર વ્યક્તિનો બાહ્ય દેખાવ કે આકાર જોઈને જ પ્રતિમા બનાવતા નહોતા; પણ તેનાં જીવન વિશે અભ્યાસ કરીને જ પ્રતિમા બનાવતા. તેઓ માનતા કે પ્રતિમામાં ઊંચાઈની હરીફાઈ ન હોવી જોઈએ ને સામાન્ય માણસ પણ હાથ મિલાવી શકે તેવી હોવી જોઈએ. ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ની સરદારની પ્રતિમાનું મોડલ પણ કાંતિભાઈએ જ પસંદ કર્યું હતું. ગાંધીજીની તેમણે બનાવેલી પ્રતિમા જોઈને વિશ્વવિખ્યાત ફિલ્મોના નિર્માતા ડેવિડ લીને કહ્યું હતું કે, આવી જીવંત પ્રતિમા મેં ક્યાંય જોઈ નથી. કાંતિભાઈ સર્જિત પ્રતિમામાં તે વ્યક્તિનું વ્યક્તિત્વ જીવંતપણે પ્રતિબિંબિત થતું જોવા મળતું. કેન્દ્ર સરકારે ગોપાલકૃ ષ્ણ ગાંધી(ગાંધીજીના પૌત્ર)ના અધ્યક્ષપદે દાંડીકૂ ચ અંગે એક સમિતિ રચી હતી તેમાં કાંતિભાઈને પણ સભ્ય તરીકે સરકારે નિયુક્ત કર્યા હતા. સમિતિની બેઠકો દિલ્હીમાં યોજાતી. કાંતિભાઈએ કહ્યું હતું કે, આવી સમિતિની સભા દાંડીમાં યોજાય તે જ ઇચ્છનીય છે, તેની પાછળ સભ્યોને દિલ્હી જવા-રહે વાનો ખર્ચ થાય તે યોગ્ય નથી; એમ કહીને તેમણે સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું. ચાંદલોડિયા તળાવ પાસેના તેમના સ્ટુડિયોની દેશ-વિદેશના અનેક મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. વિમલાતાઈએ કહ્યું હતું કે, આ જગ્યા પર ૧૫૦ વર્ષ પહે લાં કોઈ સૂફી સંતનો નિવાસ હતો. પૂ. મોટા અને વિમલાતાઈએ તો તેમનું આશ્રમ જ ેવું શિલ્પભવન જોઈને કહ્યું હતું કે, અમારે આશ્રમ ન 53


ટોપલામાં ભરીને મેળામાં બે-ચાર આનામાં વેચીને પોતાની કલાયાત્રાનો આરં ભ કર્યો હતો. જ ે તેમનો કલાયજ્ઞા વિશ્વવિભૂતિઓ અને દેશભક્તોની અનેક પ્રતિમાઓ ૯૪ વર્ષ સુધી બનાવીને પૂર્ણ કર્યો. તેઓ કહે તા કે, કલા એ જીવન છે, શિલ્પ હૃદયથી સર્જાય, મગજથી નહીં. કલા એ સાધના છે. છેલ્લાં ૨૫ વર્ષથી તો કૃ તિ પર પોતાનું નામ લખતા નહીં. કલાનાં માધ્યમથી આંતરિક જીવનને શણગારવું, માણવું એ જ તેમનું જીવનધ્યેય હતું. કલા વ્યવસાય નથી જીવન છે. કલા ને જીવન જુ દાં નથી; એવી તેમની માન્યતા ને ચિંતન જીવનભર દૃઢ કરીને શિલ્પની કર્મસાધના કરી. લાલકૃ ષ્ણ ે ું કે, આપ કી અડવાણીએ એક વાર તેમને પૂછલ કલાયાત્રા કબ સે શુરુ હુઈ, તો પ્રત્યુત્તરમાં કાંતિદાદાએ કહે લું કે, ‘પૂર્વ જન્મ સે.’ ચીકુ વાડીમાં વેરાયેલી તેમના નશ્વરદેહના અગ્નિસંસ્કારની રાખ જન્મોજન્મ સુધી તેમની કલાયાત્રા ને કલાયજ્ઞાને અવિરત જ રાખશે ને ભારતના ભાવી શિલ્પીઓને પ્રેરણા આપતી રહે શે.

હોત તો અહીં જ રહી જાત. મા આનંદમયી પણ અહીં આવ્યાં હતાં. દાક્તર પિતાના પુત્ર કાંતિભાઈનો જન્મ જાવાસુમાત્રા ટાપુ પર બોર્નિયો ખાતે ૧૯૨૫માં થયો હતો. માત્ર દસેક વર્ષની વયે પિતાએ તેમને અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસાર્થે મૂક્યા હતા. ત્યાં તેમને કલાગુરુ દત્તા મહા નામના ચિત્રશિક્ષક પાસેથી કલાના સંસ્કાર મળ્યા હતા. ૧૯૪૨માં વિદ્યાપીઠ છોડીને તેઓ સ્વાતંત્ર્યની લડતમાં જોડાયા ત્યાર બાદ મુંબઈની જ ે. જ ે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં ચિત્રકામ શીખ્યા ને ત્યાર બાદ નાગપુર પાસેના ખાંવગામ સ્થિત તિલક વિદ્યાપીઠમાં મુકુંદ શ્રીકૃ ષ્ણ પંધેજી પાસે શિલ્પકલા શીખ્યા ને ૧૯૪૬માં શિલ્પકલાની પરીક્ષા પાસ કરી. તે સમયે તેમના બંને કલાગુરુઓએ કહે લું કે, જીવનભર કલા સાધના છોડીશ નહીં અને ક્યાંય કલાશિક્ષક તરીકે નોકરી ન કરવી કે ક્યાંય સામેથી કામ માગવા ન જવું. ગુરુદક્ષિણામાં કાંતિભાઈએ બંને કલાગુરુઓને આપેલું વચન જીવનભર પાળ્યું ને નાની નાની પ્લાસ્ટર ઑફ પેરિસની પ્રતિમાઓ બનાવીને

[‘સંદેશ’, ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯માંથી સાભાર]

આત્મદર્શન અને કળા “મારી આસપાસ તમે બહુ કળાની આકૃ તિ ન જુ ઓ તોપણ મારા જીવનમાં કળા ભરે લી છે એવો મારો દાવો છે. મારા ઓરડાને ધોળીફક દીવાલો હોય અને માથા ઉપર છાપરુંયે ન હોય તો કળાનો હં ુ ભારે ઉપયોગ કરી શકું એમ છુ .ં ઉપર આકાશમાં નક્ષત્રો અને ગ્રહોની અલૌકિક લીલા જ ે જોવાની મળે છે તે મને કયો ચિતારો કે કવિ આપવાનો હતો? છતાં તેથી “કળા” નામથી સમજાતી બધી વસ્તુનો હં ુ ત્યાગ કરનારો છુ ં એમ ન સમજશો. માત્ર આત્મદર્શનમાં જ ેની સહાય મળે તેવી જ કળાનો મારે અર્થ છે.” 54

— ગાંધીજી [ગાં. અ. ૨૫ : ૨૪૦] [ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


માંદગી દરમિયાન ગાંધીજીની જીવનદૃષ્ટિ ‘नवजीवनનો અક્ષરદેહ’માં છેલ્લા ચાર મહિનાની દિનવારી જ ે વાચકોએ વાંચી હશે તેઓને ખ્યાલ હશે કે ગાંધીજી માટે આ સમયગાળો સખત માંદગીનો હતો. આ માંદગીમાં ગાંધીજીનાં વક્તવ્ય કે અન્ય લખાણો ન થયાં, પણ તેઓનો તૂટક-તૂટક પત્રવ્યવહાર બરકરાર રહ્યો હતો. સામાન્ય રીતે જીવનના આવા કઠોર કાળમાં વ્યક્તિની અભિવ્યક્તિમાં નિરાશના સૂર દેખા દે છે, પણ ગાંધીજીના કિસ્સામાં તેમ બનવા પામ્યું નથી. માંદગીના બિછાને પણ તેમનો જીવન પ્રત્યેનો અભિગમ હકારાત્મક અને મક્કમ દેખાય છે. ૧૯૧૮ના અંતિમ અને ૧૯૧૯ના આરં ભિક ગાળા દરમિયાન ગાંધીજીએ લખેલા પત્રોમાં આ અભિગમ સ્પષ્ટ રીતે ઝળકે છે. અહીં એ પત્રોના સંપાદિત અંશ રજૂ કર્યા છે…

આપણો કઠણ નિયમ છે. કોઈ પોતાને સ્થાનેથી માંદગીના કારણસર પણ વિમુખ થઈ શકતો નથી એ કઠણ નિયમનું આપણે જ્ઞાનપૂર્વક પાલન કરવાનું છે. આટલા દારુણ દુઃખમાં પણ મારા આત્માની શાંતિ મેં એક ક્ષણભર પણ ખોઈ હોય એવો આભાસ આવતો નથી. બા અહી પહોંચી ગઈ છે. આપણે ઉમેદ રાખશું કે થોડા દિવસમાં હં ુ હતો તેના કરતાં વધારે નીરોગી અને અસ્વાદવ્રતનો વધારે પૂર્ણપણે પાલન કરનાર થઈશ. [ દેવદાસ ગાંધીને પત્ર ]

… હજુ ખાટલો તો રહે શે જ. દુઃખ બહુ ભોગવ્યું છે. વાંક કેવળ મારો જ હતો. એમાં જરાયે અતિશયોક્તિ નથી. સજા ગુનાના પ્રમાણમાં થઈ છે. મારી ચિંતા જરાયે ન કરશો. મારી ચાકરીમાં કશી ઊણપ રહે તી નથી. એક ચીજ કરવાને દશ ઉત્સુક બેઠલ ે ા હોય છે અને સૌ પોતાનો અસીમ પ્રેમ રે ડી રહ્યા છે, એટલે તમે મને સ્વાભાવિક રીતે યાદ આવો છો. પણ તમારી ગેરહાજરીની ખામી મને જણાયેલ નથી. તમારા ત્યાંના કામમાં ગૂંથાઈ રહે વામાં તમારી પૂરી ચાકરી છે અને એવો 

મારે વિશેની આપની ચિંતા આપનો પ્રેમ સૂચવે છે. મારી સ્થિતિનો આબેહૂબ ચિતાર આ છે : મેં સોમવાર અને મંગળવાર સુધી અસહ્ય, અથવા એથીયે આકરું વિશેષણ વાપરી શકાય તો તેવું

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

દુઃખ ભોગવ્યું. એ બે દહાડા લગભગ બેભાન જ ેવી સ્થિતિમાં રહ્યો અને આખો વખત બરાડા પાડવાની ઇચ્છા થયા જ કરી. બહુ જોરથી બરાડાને દબાવી શક્યો છુ .ં બુધવારે પ્રમાણમાં શાંતિ હતી અને ત્યાર પછી ઉત્તરોત્તર ઠીક થતું ગયું છે. નબળાઈ અત્યંત છે એટલે હલાયચલાય તો શાનું? થોડા દિવસ ખાટલો તો ભોગવવો જ પડશે. પણ અંતે કુ શળ જોઉં છુ .ં … ઘણી વાતોને વિશે આપણી અજ્ઞાનતાનો પાર નથી. પણ હકીકતમાં કર્મની ગતિ ન્યારી નથી. એ તો તદ્દન સીધી અને સહે લી છે. જ ેવું વાવીએ તેવું જ લણીએ. કરીએ તેવું જ પામીએ. આ દરદમાં 55


મારો પોતાનો વાંક હં ુ ડગલે ડગલે જોઈ શકું છુ .ં મારે કબૂલ જ કરવું જોઈએ કે મને કુ દરતે ઘણી ચેતવણીઓ આપી હતી. મેં ન ગણકાર્યા જ ેવું કર્યું. ભૂલ ઉપર ભૂલ કરતો ગયો. પહે લી ભૂલની સજા મળી, બીજી ભૂલની સજા વધી. એમ ઉત્તરોત્તર

ન્યાયપૂર્વક સજાનો વધારો થતો ગયો. હં ુ બારીકીથી જોઈ શકું છુ ં કે કુ દરતના જ ેવું કોઈ દયાળુ છે નહીં. કુ દરત એ ઈશ્વર છે. ઈશ્વર એ પ્રેમ છે અને ભૂલને સારુ પ્રેમના દંડ થયા જ કરે છે. હં ુ આ માંદગીમાં બહુ શીખી રહ્યો છુ .ં [ આનંદશંકર ધ્રુવને પત્ર ] 

હં ુ જરૂર હે રાન તો થયો પણ હં ુ ઇચ્છું તે કરતાં વધારે નથી થયો. મારી માંદગીનાં કારણ હં ુ ચોખ્ખાં અને સીધાં જોઈ શકું છુ .ં તે મને યશ આપે એવાં નથી. પણ બતાવી આપે છે કે મારી નબળાઈઓ દૂર કરવાના મારા આટલા આટલા પ્રયત્ન છતાં હજી હં ુ કેટલો નબળો છુ .ં આ માંદગીમાંથી મને એ પણ વધારે સ્પષ્ટ જણાયું છે કે કુ દરતના જાણીતા કાયદા આપણે સતત તોડતા હોઈએ

છીએ. બીજી કોઈ લાલચ જીતવી એટલી મુશ્કેલ નથી જ ેટલી જીભની લાલચ છે અને એ એટલી મુશ્કેલ છે તેથી જ આપણે તેનો બહુ ઓછો વિચાર કરીએ છીએ. મારા અભિપ્રાય પ્રમાણે જીભને જીતવી એ તમામ વસ્તુઓને જીતવા બરાબર છે. … મારી તબિયત ધીમે ધીમે સુધરતી જાય છે. આ માંદગીમાં મેં શાંતિ કદી ગુમાવી નથી. [ સી. એફ. એન્ડ્રૂ ઝને પત્ર ] 

… આનંદશંકરભાઈએ हिंदु धर्मनी बाळपोथी લખેલી છે, પણ એ વૃદ્ધ પુરુષો પણ રસપૂર્વક વાંચી શકે અને જ્ઞાન મેળવી શકે એવી છે. મને તો એ અલૌકિક ગ્રંથ લાગે છે. ભાઈ મહાદેવ હં મેશાં સવારના મને વાંચી સંભળાવે છે. એમાંથી હં ુ તો રસના ઘૂંટડા પી રહ્યો છુ .ં બીજી ભાષાઓમાં એવાં લઘુ પુસ્તકો થોડાં હશે. આનંદશંકરભાઈના બહોળા વાચનમનનનુ આ પુસ્તક દોહનરૂપ છે. તમે તે ફરી ફરીને વાંચજો. એને લગતા પ્રસંગો ન સમજાય તે વિશે પૂછીને જાણી લેજો. એ ચોપડી તમને મોકલવાની તજવીજ કરું છુ .ં તમારા અક્ષર સુધરતા નથી. [ દેવદાસ ગાંધીને પત્ર ]

ઘણી રાહ જોવરાવ્યા પછી તમારા બે કાગળનાં આજ ે સાથે દર્શન થયાં. મારી તબિયત સુધરતી જાય છે. ચિંતાનું તો કાંઈ જ કારણ નથી. આજ ે સારામાં સારી છે. પ્રથમથી તે આખર સુધી તબિયત ઉપરનો અંકુશ મેં ગુમાવ્યો જ નથી અને પરિણામને વિશે ચિંતા રાખી જ નથી. માંદગીમાં પીડાનો ભય લાગતો હતો, પણ મોતનો ભય તો સ્વપ્નેયે નહોતો લાગતો અને ઘણી પીડા થતી હતી ત્યારે 'હવે છૂટુ ં તો કેવું સારું ’ એમ થઈ આવતું. જીવતાં સુધી પ્રવૃત્તિમય રહં ુ એ જુ દી વાત છે, પણ પ્રવૃત્તિને સારુ જીવવાની આકાંક્ષા નથી. મોક્ષની હોય પણ મોક્ષ માગ્યો મળતો નથી. તેને સારુ લાયકાત જોઈએ. 

આ લખી રહ્યો છુ ં ત્યારે મારી સામે ધોધમાર પડતી ભવ્ય વૃષ્ટિ હં ુ નિહાળી રહ્યો છુ .ં કરોડો સ્ત્રીપુરુષોનાં હૃદય તે આનંદથી ભરશે. પશ્વિમ 56

હિં દુસ્તાન ઉપર ભારે દુકાળનો ભય ઝઝૂમી રહ્યો હતો. આંખના પલકારામાં એ ભય ઊડી ગયો છે. એને બદલે અનહદ આનંદ વ્યાપ્યો છે. આ વૃષ્ટિ [ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


અને દસેક દિવસમાં મારામાં હરવાફરવા જ ેટલી શક્તિ આવી જશે એવી આશા રાખું છુ .ં તમે મને મારી સારવારનું પૂછો છો. માનવપ્રેમ જ ે કંઈ કરી શકે તે બધું મારે માટે કરવામાં આવ્યું હતું. માંદગીની પથારી એ મારે માટે લહાવો તેમ દુઃખ બંને હતાં. એટલાં બધાં મારી સારવાર કરતાં હતાં એ જોવાનો લહાવો અને મારી નબળાઈ તથા મૂર્ખાઈને લીધે મારે એની જરૂર પડી એનું દુઃખ. પ્રેમના આ કીમતી અનુભવને લીધે જ ે કાંઈ સેવા કરવાની મારામાં શક્તિ હોય તે સેવા કરવાનો મને એક વધુ આદેશ મળે છે. માનવજાતિની સેવા એ છેવટે તો પોતાની જ સેવા છે અને પોતાની સેવા એટલે આત્મશુદ્ધિ. હં ુ શી રીતે વધારે શુદ્ધ થઈ શકું એ સવાલ મારી આ માંદગી દરમિયાન મારા મનમાં ઘોળાયા કર્યો છે. મારે માટે પ્રાર્થના કરજો. [ મિલી પોલાકને પત્ર ]

કરોડો ઢોરને માટે શાંતિદાયક મુક્તિ સમાન છે. વરસાદ ઉપર જ આધાર રાખતો હોય એવો હિં દુસ્તાન સિવાય બીજો કોઈ દેશ પૃથ્વી ઉપર ભાગ્યે જ હશે. તમે હવે સમજશો કે મને આરોગ્ય અર્પવામાં આ વરસાદે કેટલો ભાગ ભજવ્યો છે. મેં વેદના તો ખૂબ સહન કરી. એ બધી મારી મૂર્ખાઈઓને લીધે હતી. મેં શરીર પ્રત્યે જ ે ગુનો કર્યો હતો તેને યોગ્ય જ એ સજા હતી. મેં એક દોષયુક્ત અખતરો કર્યો. મરડાની બીમારી તો મને હતી જ. તેમાંથી હં ુ સાજો થવા આવ્યો હતો. મારે સામાન્ય ખોરાક લેવાનું જલદી શરૂ કરવું જોઈતું ન હતું તેને બદલે મેં ખાધું અને અનિવાર્ય આપત્તિમાં ઘેરાયો. મારું શરીર એટલું બધું નંખાઈ ગયું છે કે મારે એ નવેસરથી બાંધવું પડશે. પણ કશી ચિંતા કરવા જ ેવું નથી. અત્યારે હં ુ માંદગી પછીનો આરામ લઉ છુ .ં નિયમિત રીતે પોષણ લઉ છુ .ં દરરોજ તેમાં થોડો થોડો વધારો કરું છુ ં 

કરવા કરતાં સહે લું છે. એટલે જ ે માણસ આ પરાજય કરશે તેને પહે લો તો બહુ સહે લો છે. જ ે સ્વરાજ મારે , તમારે અને બધાએ મેળવવાનું છે તે ખરે ખરું તો આ છે. વધારે શું લખું? વધુ લખવાનું તાત્પર્ય તો એટલું જ છે કે તમારે દેશની સેવા કરવી છે તે આ દેહે કરવી છે. તમારી ભાવનાઓ ઊંચી છે. યોગ્ય આત્મિક બળ વિના ઊંચામાં ઊંચી ભાવના નિરર્થક છે. [ શંકરલાલ બેન્કરને પત્ર ]

… દાક્તરોની દવાનો આધાર રાખીને શરીરની સાથે અણઘટતી છૂટ ન લો એવું ઇચ્છું છુ .ં મારી જિંદગીએ મારા મનમાં એ વસ્તુને વધારે ને વધારે ઠસાવેલી છે. મેં જીભને અર્થે શરીર સાથે ન છાજતી છૂટ લીધી અને તેની યોગ્ય સજા ભોગવી રહ્યો છુ .ં મારી માન્યતા છે કે નવ્વાણું ટકા દર્દોનો એ જ ઇતિહાસ છે. હં ુ કબૂલ કરું છુ ં કે આ શારીરિક સંયમ બહુ કઠણ છે. છતાં પુરુષાર્થ એમાં જ રહ્યો છે. આખી દુનિયાનો પરાજય કરવો એ આપણા શરીરમાં રહે લા શત્રુઓનો પરાજય 

…બાકી તો તમે સ્થિતિએ આવો અને ચંચી ને 1

1. ચંચળબહે ન ગાંધી, ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલનાં પત્ની.

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

બોલાવી લો અને હદમાં રહીને યોગ્ય સ્વાદો કરો અને ભોગ ભોગવો, તેમાં મારે કાંઈ કહે વા જ ેવું ન હોય. માત્ર જ ે ભૂલ થઈ ગઈ તે હવે કોઈ 57


કાળે ન થાય. એકાએક પૈસાદાર થવાનો લોભ ન કરો તે ઇચ્છું છુ .ં સોરાબજીનું મૃત્યુ સંભારો, ડૉ. જીવરાજ મરણપથારીએ છે એનું સ્મરણ કરો, સર રતન તાતા ગુજરી ગયા એ વિચારો. જ્યાં દેહની આટલી બધી ક્ષણિકતા છે ત્યાં ઉત્પાત શા કરવા? પૈસાની

પાછળ દોડાદોડી શી કરવી? સાધારણ પણ દૃઢ પ્રયાસથી જ ેટલું દ્રવ્ય એકઠુ ં કરી શકાય તેટલું કરો, પણ તમારા મનની સાથે એટલો નિશ્ચય કરો કે દ્રવ્ય મેળવતાં સત્યનો માર્ગ નહીં છોડો. જ ે નિશ્ચય તમારાથી થઈ શકે એ નિશ્ચય કરી દ્રવ્યોપાર્જન સુખેથી કરો. [ હરિલાલ ગાંધીને પત્ર ] 

લહે રો જ આવે છે એમ કહે વામાં જરા પણ અતિશયોક્તિ નથી. આ વાત જ ેટલે દરજ્જે સમજી શકાય અને તેનો અમલ થઈ શકે તેટલે દરજ્જે માણસ ખરું સુખ મેળવી શકે છે. તે સુખના ભોગી તમે થઈ શકો એવી તમારી સ્થિતિ આ સંકટ1માંથી ઉત્પન્ન થાય તો એ સંકટ પણ લગભગ આવકારલાયક ગણી શકીએ. જો તમારું મન કાંઈ પણ અવકાશ લઈ શકતું હોય તો આ બધી વાતો વિચારજો. બધાની તબિયત મઝામાં છે… [ હરિલાલ ગાંધીને પત્ર ]

… આ સંસાર કેવો છે તેનો ખ્યાલ તમને આવી શક્યો છે કે કેમ એ હં ુ જાણતો નથી. પણ મને તો ક્ષણ પ્રતિક્ષણ તેનું સૂક્ષ્મ દર્શન થયા કરે છે અને જ ે પ્રમાણે તેને ઋષિમુનિઓએ ગાયો છે તેવો તાદૃશ હં ુ જોઉં છુ ં અને તે એટલી સૂક્ષ્મતાથી હં ુ જોઈ શકું છુ ં કે મને એમાં જરાયે રસ આવતો નથી. શરીર છે ત્યાં સુધી પ્રવૃત્તિ તો હોય જ, એટલે શુદ્ધમાં શુદ્ધ પ્રવૃત્તિમાં ગૂંથોયલા રહે વું એ જ મને ગમે છે અને એવી પ્રવૃત્તિમાં રહી શકાય તેને સારુ જોઈતો સંયમ પાળવામાં મને આનંદની 

કંઈ ઉપયોગિતા છે તે સમૂળગી નષ્ટ થઈ જાય, જો મિત્રોના આગ્રહને વશ થઈને હં ુ મારાં વ્રતમાં ફે રફાર કરું . આ માંદગીને હં ુ મારે માટે એક કસોટીનો અને લાલચનો પ્રસંગ ગણું છુ .ં અત્યારે તો મારે મિત્રોના પ્રાર્થનામય ટેકાની અને ઉત્તેજનની જરૂર છે. હં ુ તમને ખાતરી આખું છુ ં કે વ્રતનાં બંધનોની મર્યાદામાં રહીને આ શરીર સાચવવા માટે જ ેટલી કાળજી લઈ શકાય તે બધી હં ુ લઉં છુ .ં  … [ મહમદ અલીને પત્ર ]

… તમારા પ્રેમના બદલા તરીકે મારાં વ્રતોનો શબ્દાર્થ કાંઈ પણ મારીમચડીને તમે સૂચવો છો તેમ જો હં ુ કરી શકું તો તેમ કરવા હં ુ આનંદપૂર્વક તૈયાર થાઉં. પણ આ જાતે લાદેલા અંકુશમાંથી નીકળવાનો કોઈ રસ્તો નથી. જ ે વ્રત મેં ખૂબ વિચારપૂર્વક અને તેનાં જ ે પરિણામો આવી શકે એ બધાં ધ્યાનમાં લીધા પછી લીધેલું છે એ વાતની હં ુ અવગણના કરું તો ઈશ્વર પ્રત્યે, માનવજાત પ્રત્યે અને મારા પોતા પ્રત્યે હં ુ ખોટો નીવડુ.ં મારી જ ે 

… હં ુ તમને ખાતરી આપું છુ ં કે આ લંબાતી માંદગીમાં એ વ્રતનાં બંધનો મને ભારે આશ્વાસન રૂપ થઈ પડ્યાં છે. એ સંયમમય અને બળદાયી

58

બંધનો1તોડવાની શરતે જીવવાની મને જરાય ઇચ્છા નથી. મારે માટે તો શરીરને તે કાંઈકે બાંધનારાં 1. આ અરસામાં હરિલાલ ગાંધીનાં પત્ની ગુજરી ગયાં હતાં, તેનો અહીં ઉલ્લેખ છે. [ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


હોવા છતાં આત્માને તે મુક્ત કરનારાં છે અને તેને વિશે હં ુ સભાન રહં ુ છુ ,ં જ ે બીજી કોઈ રીતે હં ુ રહી શકું નહીં. બ્રહ્મને અને માયાને એક સાથે ભજી શકાય જ નહીં એ વચનનો અર્થ આ વાતો પછી મને વધારે સ્પષ્ટ અને ઊંડો સમજાયો છે.

હં ુ એમ નથી કહે વા માગતો કે બધાને માટે એ આવશ્યક છે. પણ મારે માટે તો એ છે જ. જો એ વ્રતો હં ુ તોડુ ં તો મને લાગે છે કે હં ુ તદ્દન નકામો થઈ પડુ.ં [ સરોજિની નાયડુને પત્ર ] 

શરીરના લાડથી હં ુ નિરાશ થઈ આ શરીરની કેવળ સમાપ્તિ ઇચ્છું છુ ં અને મારી દશા ઉપરથી બીજાની દશાનું માપ હં ુ સારી રીતે કરી શકું છુ .ં તમને હં ુ મારા અનુભવનો સંપૂર્ણ લાભ આપીશ. તમારાથી લેવાય તેટલું તમે લેશો અને એ બધું તમે આવશો ત્યારે જ થઈ રહે શે. [ હરિલાલ ગાંધીને પત્ર ]

માણસ અભિમાની થઈને ઈશ્વરની સહાય નથી માગી શકતો પણ પોતાનું દીનપણું સ્વીકારીને જ માગી શકે છે. આપણે કેટલા તુચ્છ છીએ, કેવા રાગદ્વેષથી ભરે લા છીએ, કેવા વિકારો આપણને ડોલાવ્યા કરે છે એનો સાક્ષાત્કાર પથારીમાં પડ્યો હં ુ હં મેશાં કર્યા કરું છુ .ં ઘણી વખત મારા મનની હલકાઈથી મને શરમ આવે છે. ઘણી વખત મારા 

કીડીઓની જ ેમ અજ્ઞાનમાં ધસ્યા કરીએ છીએ. કચરાયા કરીએ છીએ. આવા વિચારો આવતાં છતાં આપણા કર્તવ્ય વિશે મને એક ક્ષણભર પણ શંકા આવતી નથી. આપણે પ્રવૃત્તિરહિત રહી શકતા નથી, એટલે આપણું કર્તવ્ય પારમાર્થિક વૃત્તિ માટે જ હોઈ શકે. એવી પ્રવૃત્તિ કરનાર માણસ પરમ શાંતિ અનુભવી શકે છે. એવી પ્રવૃત્તિ આપણે આશ્રમમાં પણ કરવી રહી. તમારી પાસે જાર વાવવા વિશે અને વણાટકામ વિશે જ ે સૂચના આવી છે તે વિશે જ ે યોગ્ય લાગે તે કરજો. જ ે કરો તે મને લખજો, રસોડાને સારુ નોકરની જરૂર જણાય તો તમે રાખી શકો છો તે યાદ રાખજો. [ મગનલાલ ગાંધીને પત્ર ]

…આમ છતાં જો તબિયત ઠેકાણે ન આવે તો પાંચ વસ્તુનું વ્રત છોડવાથી આવે તેમ આપણાથી કહે વાય જ નહીં, એટલે હવે કોઈને કંઈ કહે વાપણું રહે તું નથી. આ બધા ફે રફારોની અસર શી થાય છે એ આપણે ધીરજથી જોવાની રહી. આમ છૂટ તો મૂકી, છતાં એક ક્ષણ પણ અંતરાત્મા પૂછ્યા વિના રહે તો નથી, ‘આટલો પરિશ્રમ શાને સારુ?’ ‘જીવીને શું કરવું?’ ‘કયો સુધારો કરવાની પાછળ મથવું?’ જર્મનીના કેસરની સ્થિતિનો જ્યારે હં ુ વિચાર કરું છુ ં ત્યારે જ ેમ આપણે કોડીઓની સાથે રમત કરીએ છીએ તેમ આપણી સાથે કોઈ મહાવ્યક્તિ કેમ જાણે રમત કરતી ન હોય એમ લાગે છે. એક ગોળાની ઉપર ફરતી કીડીઓ જ ેટલી નાની છે એના કરતાં પ્રમાણમાં આ ગોળા ઉપર આપણે બહુ વધારે નાના છીએ અને

[ ગાં. અ. ૧૫માંથી ]

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

59


‘The Collected Works of Mahatma Gandhi’ને

દસ્તાવેજ કરનાર સારથીની શતાબ્દી જયંત કોઠારી ગાંધીજીના સાહિત્યનો આજીવન પ્રતિબદ્ધતાથી અભ્યાસ-મનન કરવામાં ચી. ના. પટેલનું નામ મોખરે આવે છે. ગાંધીજીના શબ્દરૂપી દસ્તાવેજને The Collected Works of Mahatma Gandhi [CWMG]ના સ્વરૂપે ગ્રંથસ્થ કરવામાં તેમનો ફાળો અદ્વિતિય લેખાય છે. CWMG પ્રકલ્પના ચિફ એડિટર પદે કે. સ્વામીનાથન હતા, જ્યારે ડેપ્યૂટી ચિફ એડિટર તરીકેની જવાબદારી ચી. ના. પટેલની રહી હતી. ગાંધીજીના શબ્દને દસ્તાવેજરૂપે ઢાળનાર આ સારથીને સ્મૃતિ પર લાવવાનું પ્રયોજન એટલું જ કે હાલમાં તેઓના જન્મ [તા. ૨૩-૧૨-૧૯૧૮]ને સો વર્ષ પૂર્ણ થયા છે. તેઓની પ્રારં ભિક ઓળખ અધ્યાપકની રહી, પણ પાછલાં જીવનમાં તો તેઓ ગાંધીસાહિત્યના અભ્યાસી તરીકે જ ઓળખાયાં. તેમના વ્યક્તિત્વનો પરિચય કરાવતો લેખ સાહિત્યક્ષેત્રના તેમના પ્રદાન માટે શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક સન્માન મળ્યું ત્યારે જયંત કોઠારીએ ‘ત્રણ સંસ્કારોનું રયાયણ’ મથાળા હે ઠળ લખ્યો હતો. ચી. ના. પટેલના વ્યક્તિત્વને જાણવા આ ટૂ કં ો પરિચય ઉપયોગી થાય એમ છે.

(ચી. ના.) પટેલસાહે બ પાસે મેં ઔપચારિક શિક્ષણ બ્રિટિશ લિબરલ(વિશાળ દૃષ્ટિયુક્ત) શિક્ષણપરં પરાના લીધું નથી છતાં કોઈ એમના શિષ્ય તરીકે મને ઓળખાવે છે તો હં ુ ગૌરવ અનુભવું છુ .ં એમની પાસે બેસીને સાહિત્યવિદ્યાના અને એનાથીયે વધારે જીવનવિદ્યાના પાઠો ભણવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. એવું સદ્ભાગ્ય કે કોઈ મને પૂછ ે કે તમે અમદાવાદમાં આવીને શું મેળવ્યું તો કહં ુ કે મેં ચી.ના. પટેલ મેળવ્યા. પટેલસાહે બ એટલે, મિત્ર સુરેન્દ્ર કાપડિયા કહે તા તેમ, ગાંધીટોપી નીચે બ્રિટિશ માનસ. એમનાં શિસ્ત, વ્યવસ્થા, ચોક્સાઈ અને વિનયવિવેક બ્રિટિશ છાપનાં. પ્રકાશ કૉલેજમાં આચાર્ય હતા ત્યારે કોઈ અધ્યાપકને કંઈ સૂચના લખવાની થાય તો એમાં પહે લો શબ્દ ‘પ્લીઝ’ હોય. વિરામસમયે પોતાની અલાયદી તરે હની ચા એ અધ્યાપકખંડમાં સૌની સાથે જ લે અને અધ્યાપકો સાથે એમના વિષયો —સાહિત્ય ઉપરાંત ઇતિહાસ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન વગેરે — વિશે વાર્તાલાપ છેડ.ે

60

ફરજંદ પટેલસાહે બમાં સાર્વલૌકિક વિદ્યારુચિનું મનોરમ દર્શન થાય. લોકશાહીની સામૂહિક વિચારણાની બ્રિટિશ પ્રણાલી પટેલસાહે બે ગુજરાત કૉલેજમાંથી આત્મસાત્ કરી લીધેલી. કૉલેજને લગતા પ્રશ્નોની અધ્યાપકોની સભામાં ચર્ચાવિચારણા થાય અને સૌ પોતાના અભિપ્રાયો છૂટથી વ્યક્ત કરે . પટેલસાહે બ પોતાનાં દાખલાદલીલોથી સજ્જ હોય અને ધારે ત્યારે ઘણી કુ શળતાથી એમને ઇષ્ટ નિર્ણય સુધી ચર્ચાને લઈ જઈ શકે, પણ એકંદરે સૌ અધ્યાપકો નિર્ણયમાં ભાગીદાર થવાની એમને મળતી આ તકની કદર કરે . દાખલા જન્મ : ૨૩ ડિસે. ૧૯૧૮ અને દલીલ ઇતિહાસ અવસાન : ૩૦ જાન્યુ. ૨૦૦૪ [ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


અને તર્ક પટેલસાહે બનાં બે સબળ હથિયાર. ચી. ના. પટેલ અંગ્રેજીના નામી અધ્યાપક. એમની વાતો અને એમનાં લખાણોમાં શેક્સપિયર અને અંગ્રેજી રોમૅન્ટિક કવિઓનાં ઉદાહરણો આવે ને આવે જ. પણ એ કોરા સાહિત્યના ઉપાસક નથી. એમની દૃષ્ટિ જીવનલક્ષી છે. ઇંગ્લેંડ અને યુરોપના ઇતિહાસ અને સંસ્કારજીવનની એમની અભિજ્ઞતા પ્રભાવિત કરે એવી. આથી એમની સાહિત્યચર્ચાને એક નક્કર પરિણામ મળ્યા કરે . પટેલસાહે બ અદ્યતન પાશ્ચાત્ય સાહિત્યપ્રવાહોથી સામાન્ય રીતે અલિપ્ત. પણ જરૂર પડ્યે એ પોતાની આગવી વિચારદૃષ્ટિ લઈને સાહિત્યમાં આધુનિકતા એટલે શું એની ચર્ચામાં ઝુકાવે અને લેડી ચેટર્લીઝ લવર જ ેવી વિવાદાસ્પદ નવલકથાનીયે સમીક્ષા કરે . પટેલસાહે બ ‘ચેઇસ્ટ’(વિશુદ્ધ) અંગ્રેજી બોલનારા. આપણા અંગ્રેજી ભાષાના વિદ્વાનો પાસેથી પણ અંગ્રેજી ગુજરાતી લહે કામાં બોલાતું સાંભળવા મળતું હોય ત્યારે પટેલસાહે બને અંગ્રેજીમાં બોલતા સાંભળવા એ, એ ભાષાની ઉચ્ચારશુદ્ધિ જાણનારાઓને એક લહાવો લાગે. ગુજરાતી ભાષામાં લખતા થવા માટે પટેલસાહે બ કેટલીક વાર મને જશ આપે છે, પણ પ્રકાશ કૉલેજમાં જ મેં જોયેલું કે એમની ગુજરાતી વાણીમાં શિષ્ટતા અને સંસ્કારિતાનો રણકો છે. પટેલબોલીની તો એમાં કાંકરી સરખી નહીં. બી.એ.ના ગુજરાતીના વર્ગમાં સાહિત્યસિદ્ધાંતના કોઈ મુદ્દા વિશે પણ એ કશા સ્ખલન વગર, અંગ્રેજીના ખાસ ભારણ વિના ગુજરાતીમાં બોલી શક્યા હતા. ગુજરાતીમાં વ્યાખ્યાનો આપતા અને લેખો લખતા થવામાં એમને સંકલ્પ સિવાય કશાની જરૂર નહોતી. પોતાની આગવી સજ્જતા અને વિચારદૃષ્ટિ સાથે પટેલસાહે બ ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ્યા અને તરત સૌનું ધ્યાન ખેંચવા લાગ્યા. દરમિયાન એ नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

દિલ્હીમાં ગાંધીસાહિત્યના અનુવાદ અને સંપાદનના કાર્યમાં જોડાયા અને વિશાળ ગાંધીસાહિત્યમાંથી પસાર થતાં એમની ચોક્સાઈ, ચીવટ, ઝીણવટ, તથ્યો પરની પકડ અને મૌલિક વિચારશક્તિએ એમને ગાંધીજીના વિષયમાં એક વિરલ તજજ્ઞ બનાવી દીધા. એવા કે દેશવિદેશમાં ગાંધીજી પર કામ કરનાર કોઈ અમદાવાદમાં આવે તો ચી.ના. પટેલને મળવાનું એ ટાળી ન શકે. ધ કલેક્ટેટ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધીનાં સંપાદકીયોમાં ચી.ના. પટેલનો જ ે હાથ છે તે એમની નામછાપ વગરનું એમનું મહત્ત્વનું પ્રદાન છે આ દરમિયાન પટેલસાહે બનું જાણે સ્વરૂપાંતર થયું. લાંબો ડગલો ગયો અને બંડી આવી, ગાંધીટોપી નીચે ઋષિદાઢી ફરફરતી થઈ અને સી. એન. પટેલમાંથી એ ચી.ના.પટેલ બન્યા. પહે લાં ગાંધીજીથી એ કંઈ અસ્પૃષ્ટ નહોતા — એમની મૂલ્યનિષ્ઠા એમને ગાંધીજી સાથે જોડતી હતી, પણ હવે એ ગાંધીમય બન્યા. સામાજિક સંવેદનશીલતા તીવ્ર બની અને રહે ણીકરણીમાં સાદાઈની પરાકાષ્ઠા આવી. ઉપનિષદો, રામાયણ વગેરે ભારતીય સંસ્કારના મૂલગ્રંથો તરફ એ વળ્યા તથા બ્રિટિશ સંસ્કાર, ગાંધી સંસ્કાર અને પ્રાચીન ભારતીય સંસ્કાર — એ ત્રણેયનું વિલક્ષણ રસાયણ એમના વ્યક્તિત્વમાં સિદ્ધ થયું. રામાયણના તો એ પ્રેમી અને અભ્યાસી બન્યા. હવે પટેલસાહે બ જ ે કંઈ બોલે-લખે એમાં રામાયણ અને ગાંધીજી આવ્યા વિના ન રહે એમ બનવા લાગ્યું. ગાંધીનો તો એમને વાયરસ લાગુ પડ્યો એમ કહે વાય. ગાંધીજીવનની તવારીખ એ ટપોટપ બોલી જાય. કશા રં ગરોગાન વગરના તવારીખી દસ્તાવેજ સમા એમના ‘ગાંધીચરિત’માં રસાળતા ને પ્રભાવકતા ખૂટતી લાગે પણ એક તવારીખી દસ્તાવેજ તરીકે એનું મૂલ્ય અસાધારણ છે અને એની પુનરાવૃત્તિઓ કરવાની થઈ છે તે હકીકત 61


અને ગુજરાતી પ્રશિષ્ટ સાહિત્ય સુધી વિસ્તર્યું છે. એ વિશે પણ એમણે અવારનવાર લખ્યું છે. લેખસૂચિ જ ેવું કડાકૂ ટિયું કામ પણ એમણે કર્યું છે. એમની વિદ્વત્તપ્રતિભાએ પ્રતિષ્ઠિત ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા જ ેવી વ્યાખ્યાનમાળાઓ માટે એમનો લાભ લેવા આપણી સંસ્થાઓ પ્રેરી છે અને ગુજરાતી પરિષદ વિવેચનવિભાગનું અધ્યક્ષપદ એમણે સંભાળ્યું છે (૧૯૮૩). …પટેલસાહે બને શિક્ષણક્ષેત્રના પ્રદાન માટે ગુજરાત સરકારનો ૧૯૯૬-૯૭ની સાલનો એક લાખ રૂપિયાનો એવોર્ડ મળ્યો છે એ અહીં યાદ કરી લઈએ.

તેની મૂલ્યવત્તા સ્થાપિત કરી આપે છે. આપણને લોભ થયા વિના ન રહે કે ગુજરાતી ભાષામાં તટસ્થ ભાવે લખાયેલું, ગાંધીજીને છાજ ે એવી સાદી, સાચી વાણીનું વિસ્તૃત ગાંધીચરિત પટેલસાહે બ પાસેથી આપણને મળે. કેટલાક મિત્રોએ પટેલસાહે બ પાસે આ કામ શરૂ કરાવ્યું. પણ દુર્ભાગ્યે એ અધૂરું રહ્યું છે અને હવે આ રણજિતરામ ચંદ્રક પણ એમને એ માટે પ્રેરી શકે એવી એમની શરીરસ્થિતિ રહી નથી. આ ચંદ્રક તો એમને અભિવાદન રૂપે છે એમ સમજવાનું છે. ગાંધીજીના જીવન, જીવનકાર્ય અને જીવનવિચાર વિશે પટેલસાહે બ અધિકારપૂર્વક ઘણું લખ્યું છે. તે ઉપરાંત એમનું અભ્યાસક્ષેત્ર આધુનિક ભારતીય

૧૩, નવેમ્બર, ૨૦૦૦

અભ્યાસીઓએ વસાવવા જેવી ગ્રંથમાળા : ગાંધીજીનો અ�રદેહ

ગાંધીજીના અવસાન પછી તેમનાં લખાણોને ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી સમયાનુક્રમ પ્રમાણે પ્રસિદ્ધ કરવાની યોજના હે ઠળ તેમનાં પત્રો, લેખો, મુલાકાતો, ભાષણો સમાવીને તેને પુસ્તકાકારે પ્રકાશિત કરવામાં આવ્યાં. અંદાજ ે ૫૦૦ પાનાંના એક એવા સો ગ્રંથો અંગ્રેજીમાં The Collected Works of Mahatma Gandhi, હિન્દીમાં संपूर्ण गांधी वाङ्मय   અને ગુજરાતીમાં ગાંધીજીનો અક્ષરદેહ નામે પ્રકાશિત થયા છે. ગુજરાતીમાં ૮૨ ગ્રંથ પ્રકાશિત થઈ ગયા છે. પુ. ૧-૨ (સંયુક્ત), ૩ (દરે કના) પુ. ૪ પુ. ૫થી ૧૦ (દરે કના) પુ. ૧૧

૫૦

પુ. ૨૪થી ૨૮ (દરે કના)

૧૬.૫૦

૩૦૦.૦૦

પુ. ૨૯

૪૦૦.૦૦

૫૦.૦૦

પુ. ૩૦

૪૦૦.૦૦

૧૦૦.૦૦

પુ. ૩૧થી ૪૭ (દરે કના)

૧૬.૫૦

પુ. ૧૨થી ૧૪ (દરે કના)

૫૦.૦૦

પુ. ૪૮થી ૬૯ (દરે કના)

૨૦.૦૦

પુ. ૧૫થી ૧૮ (દરે કના)

૩૦૦.૦૦

પુ. ૭૦થી ૭૨ (દરે કના)

૧૦૦.૦૦

પુ. ૧૯

૧૬.૫૦

પુ. ૭૩થી ૮૧ (દરે કના)

૩૦.૦૦

પુ. ૨૦

૩૦૦.૦૦

પુ. ૨૧, ૨૨ (દરે કના) પુ. ૨૩ 62

પુ. ૮૨

૧૫૦.૦૦

કુ લ ૧થી ૮૨ ભાગના

૫૫૦૬.૦૦

૧૬.૫૦ ૩૦૦.૦૦

[ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


સરહદના ગાંધી કાકાસાહે બ કાલેલકર લોકોના બહોળા સમૂહને પડકારજનક સ્થિતિમાં અહિં સાના પાઠ શીખવનારાઓમાં ગાંધીજી પછી જો કોઈ મજબૂત નામ આપવું હોય તો તે ખાન અબદુલ ગફ્ફારખાનનું છે. ‘સરહદના ગાંધી’ તરીકે ઓળખાતાં ખાન અબદુલ ગફ્ફારખાન આજીવન શાંતિના દૂત તરીકે કાર્ય કરતા રહ્યા. અંગ્રેજોના જુ લમો સામે પઠાણોને અહિં સક માર્ગે વાળીને તેમણે વિરોધરૂપે ખુદાઈ ખિદમતગાર આંદોલન ચલાવ્યું. પઠાણોને આ રીતે એક થઈને દોરવા બદલ ખાન અબદુલ ૧૮૮૫ • ૧૯૮૧ ગફ્ફારખાન રાષ્ટ્રિય ફલક પર આવ્યા. ગાંધીજી સાથે તેમની આજીવન મૈત્રી બંધાઈ. જોકે, આઝાદી બાદ આ મજબૂત નેતાની કદર હિં દુસ્તાને ‘ભારતરત્ન’ સન્માન આપીને કરી, પણ તેમની જન્મભૂમિ પાકિસ્તાનમાં તેઓને પાછલાં વર્ષોમાં હાલાકી ભોગવવી પડી હતી અને પોતાના જ દેશમાં પશ્તૂનો માટે અધિકારોની લાંબી લડત ચલાવવી પડી હતી. ‘સરહદના ગાંધી’ના જીવનની એક અછડતી ઝલક કાકાસાહે બ કાલેલકરે આપી છે, જ ે તેમના જન્મતિથી (૬ ફે બ્રુઆરી, ૧૮૯૦) એ સંભારવા જ ેવી છે…

મારા જીવનમાં મેં જ ે નેક, પવિત્ર અને સરળ સંત- ધ્યાનમાં બેસવાવાળા જુ દા અને હૃદયની કોઈ ઊંડી

સત્પુરુષો જોયા છે એમાં ખાન અબદુલ ગફ્ફારખાનનું સ્થાન ઘણું ઊંચું છે. એમનું ઊંચું ભવ્ય શરીર અને પ્રેમપૂર્ણ મીઠી વાણી બંનેની અસર હૃદય પર તરત થાય જ છે. પણ જ્યારે તેઓ કોઈનુંય ધ્યાન ખેંચ્યા વિના, એક બાજુ ચુપચાપ ભગવાનનું ધ્યાન કરવા બેઠા હતા ત્યારે હં ુ એમને ઓળખી શક્યો. ધ્યાનમાં બેસવાનો રિવાજ દુનિયામાં કોઈ નવો કે નવાઈ પામવા જ ેવો નથી. પણ દેખાવ માટે

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

પ્રેરણાથી ધ્યાનમાં મગ્ન થનારા અને પોતાને ભૂલી જનારા લોકો જુ દા. ખાન અબદુલ ગફ્ફારખાન, જ ેમને લોકો પ્રેમથી ફકીર બાદશાહખાન કહે છે, તે સાચા ઈશ્વરભક્ત છે. બધા પ્રત્યે એમના મનમાં પ્રેમ જ રહે છે. પણ અસત્ય, દંભ અને દેખાવ તેઓ બિલકુ લ સહન નથી કરી શકતા. તેઓ ખરે ખર ખુદાઈ ખિદમતગાર જ છે. અંગ્રેજોના વખતમાં સરકારે એમને પંજાબમાં રહે વાની મનાઈ કરી હતી ત્યારે તેઓ વર્ધા આવીને ગાંધીજી પાસે રહ્યા. એમના પરિવારની એક છોકરી અને એક છોકરો પણ ત્યાં આવીને રહ્યાં હતાં. ત્યારે અમે બધા સવારની પ્રાર્થના પછી ગાંધીજી સાથે ફરવા જતા. ગાંધીજીએ વિચાર કર્યો કે આટલા લોકો રોજ સાથે ફરવા આવે છે તો એમની કાંઈક સેવા લેવી જોઈએ. વર્ધાની જમીન પથરાળ, 63


નાનાંમોટા ખેતરોમાં પણ પથ્થરોની અછત નહીં. ગાંધીજીએ કહ્યું, “અહીં સુધી ફરવા આવો છો તો નાનામોટા પથ્થર ઊંચકીને મહિલાશ્રમ લઈ જઈશું. સારો એવો ઢગલો થઈ જશે. પછી એ પથ્થરોનું કાંઈક કરીશું.” દરે કના હાથમાં પથ્થરો દેખાવા લાગ્યા. કોઈ હાથરૂમાલમાં પથ્થર બાંધીને ચાલ્યા. હં ુ મારી સાથે બે નાની થેલીઓ લઈને ચાલ્યો. બંને હાથમાં પથ્થરોની થેલી લઈને ચાલવામાં સમતુલાનો ઘણો આનંદ આવતો. બાદશાહખાન સહુથી આગળ વધ્યા. તેઓ તો પોતાના પહે રણમાં પથ્થરો ભરીને બંને હાથે ઊંચકતા હતા. પથ્થરવાળાઓનું આવું સરઘસ મહિલાશ્રમ તરફ જતું જોઈ ખૂબ મજા આવતી હતી. ગાંધીજી ફરીને પાછા આવે ત્યારે ટુવાલ લઈને એમના પગ સાફ કરવાનું કામ માતા કસ્તૂરબા કરતાં. બાદશાહખાને એ કામ પોતાના હાથમાં લઈ લીધું. ભીમ જ ેવા મોટા સરહદના ગાંધીને આ રીતે મહાત્માજીની ચરણસેવા કરતા જોવા માટે સ્વર્ગના દેવો પણ એકત્ર થતા હશે! ત્યાર પછી બધા નાસ્તો કરતા. એક સરસ તાજુ ં પાકું સફરજન બાદશાહખાનને ગાંધીજી આપે. ફળ કાપીને ખાવું બાદશાહખાનને નાપસંદ હતું. મોટુ ં ફળ હાથમાં લઈ લે અને દાંતથી કરડીને ખાઈ જાય. થોડા દિવસો પછી બાદશાહખાનના ભાઈ ડૉ. ખાનસાહે બ આવ્યા. બહુ મીઠા અને મિલનસાર. બંને ભાઈઓ સાથે અનેક વિષયો પર મારે ચર્ચા થતી હતી. મેં તરત જોઈ લીધું, બંને ભાઈઓના સ્વભાવમાં ઘણો ફે ર છે, પણ ભારતની આઝાદી માટે મરી ફીટવા બંને સરખા તૈયાર છે. બાદશાહખાન કહે તા હતા કે જ ે કોમ સ્વતંત્ર નથી એનો કોઈ ધર્મ જ નથી. સ્વતંત્ર થવું એ જ સહુથી પહે લી ફરજ છે. અમારાં આશાદેવીએ બાદશાહખાનનાં દીકરાદીકરીને સાચવવાની જુમ્મેદારી લઈ લીધી. 64

થોડા જ દિવસોમાં ગાંધીજી સરહદ પ્રાંતમાં જવાના હતા. પણ મુંબઈના ગવર્નરે બાદશાહખાનના એક સાધારણ ભાષણનો લાભ લઈ એમને જ ેલમાં મોકલી દીધા અને ગાંધીજીની સરહદ-યાત્રા તે વખતે સ્થગિત થઈ ગઈ. પછી ગાંધીજી સરહદ પ્રાંતમાં ગયા ખરા. ત્યાંનું આખું વર્ણન શ્રી મહાદેવભાઈના મોઢે મેં સાંભળ્યું હતું. ભારતના પિતામહ દાદાભાઈ નવરોજીની દીકરી ખુરશીદબહે નને બધાં ઓળખે જ છે. શરીરે દૂબળીપાતળી પણ આધ્યાત્મિક શક્તિમાં મોટી વીરાંગના. સરહદના પઠાણો વચ્ચે નીડરતાપૂર્વક એ જઈને રહી. એમની રક્ષા માટે બાદશાહખાન પોતાના એક-બે ખુદાઈ ખિદમતગાર આપવાના હતા. ખુરશીદબહે ને કહ્યું, “બધા પઠાણો મારા ભાઈ છે. ભાઈઓથી બહે નને રક્ષણની જરૂર જ શી?” એ તો પઠાણો વચ્ચે નિર્ભયતાથી રહે તાં હતાં અને એમની સેવા કરી એમને શિખામણ પણ આપતાં. બહે નનો એ અધિકાર હતો, જ્યાં સુધી મને યાદ છે, સરકાર બહાદુરે ખુરશીદબહે નને પણ ત્યાં જ ેલમાં મોકલ્યાં હતાં. સરહદના પઠાણો ખુરશીદબહે નને કહે તા, “કેટલી વિચિત્ર છે આ સરકાર. મારામારી, ખૂન અને ડાકાટી કરનાર લોકોને સરકાર જ ેલમાં મોકલે તો તો સમજાય, પણ એવી બૂરાઈને રોકનારા અને સહુનું ભલું કરનારા નેક લોકોને પણ આ સરકાર જ ેલમાં મોકલે છે! અંતે સરકાર ઇચ્છે છે શું? ” ઘણા દિવસો પછી બાદશાહખાનને હં ુ દિલ્હીમાં મળ્યો. મારે દિલ્હી તથા આસપાસનાં બધાં સ્થળો જોવાં હતાં, બાદશાહખાનને પણ બધું જોવું હતું. મોટરનો પ્રબંધ થયો અને અમે બધા ઊપડ્યા. વર્તમાન દિલ્હીમાં મોગલકાળની ઇમારતો વધારે છે. એ તો અમે જોયેલી જ હતી. મોગલોના પહે લાં [ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


તો ભગવાન જ જાણે. છેલ્લાં વીસ-પચીસ વર્ષોનો આખો ઇતિહાસ જોતાં અને એમાં પશ્ચિમના- ઇંગ્લંડઅમેરિકાના લોકોની નીતિ અને કરણી જોતાં એવો જ ખ્યાલ આવે કે ભગવાનનો કોઈ મોટો શાપ કામ કરી રહ્યો છે. દિવસે દિવસે દુનિયા ઊંડી ખાઈમાં જાણે ડૂ બી રહી છે. દુનિયાભરનાં રાષ્ટ્રો માનવની દુર્દશા જોઈ રહ્યાં છે. આજનો મનુષ્ય ઘણો ચિંતનશીલ છે પણ પાપનું પ્રાયશ્ચિત કરી જ્યારે જૂ નું પાપ પૂરું થવા લાગે છે ત્યારે પણ કોણ જાણે શી રીતે નવાં નવાં પાપ ઊભાં કરતો જ જાય છે. Even in penance planning sins a new. જ્યાં સુધી માણસ પોતાની ગંદી બુદ્ધિ ચલાવશે, પાપમાં ડૂ બતો જ જશે. જમાનો જ એવો આવ્યો છે. જો આપણે બુદ્ધિનું અભિમાન છોડી દઈ નમ્રતાથી ઈશ્વરને શરણે જઈશું અને ભલાઈને રસ્તે ચાલીશું તો જ બચી શકીશું અને દુનિયાને પણ બચાવી શકીશું. ભારત અને પાકિસ્તાન સ્વરાજ્ય લઈને બેસી ગયાં, પણ બાદશાહખાન અને એમના ખુદાઈ ખિદમતગાર પઠાણોની દુર્દશા અવિરતપણે ચાલુ જ રહી છે. પાકિસ્તાન એમને હે રાન કર્યાં જ કરે છે. એમણે પાકિસ્તાનને કબૂલ કર્યું અને લોકસેવા કરતા રહ્યા તોપણ એમની હે રાનગત અટકી નહીં. આજ ે બીમારીનો ઇલાજ કરાવવા માટે બાદશાહખાન અફઘાનિસ્તાનમાં જઈને રહ્યા છે અને ઘણા દુઃખ સાથે મહાત્માજીને યાદ કરે છે. એમને ભૂલી જવું એ પણ પાપ જ થશે.

જ્યારે દિલ્હીમાં પઠાણ બાદશાહોનું રાજ્ય હતું ત્યારના દિલ્હીના અવશેષ અમે જોવા ગયા. જૂ ની મસ્જિદો, જૂ નાં મંદિરો અને તળાવો, બધું અમે જોઈ વળ્યા. અમે જોયું કે બાદશાહખાન ગંભીર થઈને બધું જોતા હતા, ટૂ રિસ્ટના છીછરા કુ તૂહલથી નહીં. એમણે મૌન રહીને જ બધું જોયું. ભારતને સ્વતંત્ર કરવાના સંકલ્પને મજબૂત કરીને જ અમે પાછા આવ્યા. સ્વરાજ્ય પાસે આવ્યું ત્યારે અંગ્રેજોની કુટિલ નીતિ જોરથી ચાલી. હાથમાં લઈ શકાય એટલા મુસલમાનોને સાથે લઈને એમણે બધી જાતનાં વિધ્નો ઊભાં કર્યાં. હિં દુઓ પણ પાગલ બન્યા. પૂર્વ બંગાળ, કલકત્તા, બિહાર, દિલ્હી, પંજાબ અનેક જગાએ એકબીજા સાથે દુશ્મનાવટ આદરી. હિં દુમુસલમાનોએ સ્વરાજને જોખમમાં મૂક્યું. એવે વખતે હિં દુ-મુસલમાનોને શાંત પાડવાના પ્રયત્નોમાં બાદશાહખાન ગાંધીજીના પડખે રહ્યા. બંનેએ પોતાની પૂરી આધ્યાત્મિક શક્તિ વાપરી દેશને બચાવ્યો. સ્વરાજ મળ્યું પણ દેશના બે ટુકડા થયા. અંગ્રેજોની સો વર્ષની નીતિ સફળ થઈ પણ અંગ્રેજોનો વાંક કાઢવાથી શું વળે? આપણી પોતાની રાષ્ટ્રિય નિર્બળતાનો જ અંગ્રેજોએ લાભ લીધો. દેશના ટુકડા થયા એ નુકસાન તો થયું જ. પણ વિભાજન કબૂલ કરવા છતાં હિં દુ-મુસ્લિમોની દિલસફાઈ થઈ ન શકી. સ્વરાજ મેળવી ત્રણ મોટાં દુઃખો આપણે વેઠવાં પડ્યાં. ગાંધીજીનું ખૂન થયું, સિંધી લોકોની દુર્દશા થઈ અને ભારતના પઠાણોને પાકિસ્તાનીઓને હાથે શું શું સહન કરવું પડ્યું તે

૧૫ જુ લાઈ, ૧૯૬૫ [કાલેલકર ગ્રંથાવલિ-૮માંથી]

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

65


ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી – ૨ ડૉ. રં જના હરીશ

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં પ્રતિબિંબિત આઈસીએસ અધિકારી હોઈ તેમની નિયુક્તિ

ગાંધીજીની છબિ અંગે આપણે ગયા અંકથી વાત કરી રહ્યા છીએ. રે ણુકા રે બ્રિટિશરાજ દરમિયાન પશ્ચિમ બંગાળના એક આઈસીએસ અધિકારી તેમ જ જાણીતા બ્રહ્મોસમાજી શ્રી સતીશ મુખર્જીનાં પુત્રી તથા કલકત્તા પ્રેસિડન્સી કૉલેજના પ્રથમ ભારતીય પ્રિન્સિપાલ ડૉ. પી. કે. રે નાં દોહિત્રી હતાં. તેઓ માતા પિતા બંને પક્ષેથી ઉચ્ચ શિક્ષણ અને સંસ્કારનો વારસો લઈને જન્મ્યાં હતાં. તેમના નાનાજી ડૉ. પી. કે. રે રાજ ેન્દ્રબાબુ તથા ડૉ. રાધાક્રિષ્ણનના કૉલેજકાળના શિક્ષક રહી ચૂક્યા હતા. નાનીજી સરલાદેવી રે કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાં પ્રવેશ મેળવનાર સૌપ્રથમ યુવતી. તો રે ણુકા રે નાં માતા ચારુલતા તેમના જમાનાનાં નામાંકિત નારીવાદી હતાં. બ્રિટિશકાળમાં ૧૯૦૪માં જન્મેલ અને પાછલી ઉંમરે માય રે મિનન્સીઝ (૧૯૮૨) નામક આત્મકથા લખનાર રે ણુકા રે કદાચ એકમાત્ર ભારતીય આત્મકથા લેખિકા હશે કે જ ેના જન્મને ઉત્સવની જ ેમ ઉજવાયો હતો. રે ણુકા રે ના નાનાજીનું કલકત્તા ખાતેનું ઘર ગાંધીજી, દાદાસાહે બ નવરોજી, ગોપાલકૃ ષ્ણ ગોખલે તથા અન્ય સ ્વા તં ત્ર સે ન ા ન ી ઓ માટે એક મિલન સ્થળ સમાન હતું. આમ નાનકડી રે ણુકાનું બાળપણ ગાંધીજીના પ્રભાવમાં વીતેલું. અલબત્ત પિતા 66

લંડનમાં થતાં રે ણુકાનું ઉચ્ચ શિક્ષણ લંડનમાં થયેલું. લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં હે રોલ્ડ લાસ્કી તથા મેજર એટલી જ ેવા સમર્થક પ્રોફે સરોના હાથ નીચે તૈયાર થયેલ રે ણુકા એક બાહોશ યુવતી હતાં. વિદેશી ભણતર છતાં નાનપણમાં મળેલ દેશપ્રેમના સંસ્કાર તેનામાં જળવાયા હતા. લંડનમાં તેમની મુલાકાત એક ભારતીય યુવક, સત્યેન રે , સાથે થઈ. લંડનમાં વસતો તે યુવક ઇન્ડિયન સિવિલ સર્વિસમાં ઉત્તીર્ણ થયો હતો. બંનેને પ્રેમ થઈ ગયો અને ૧૯૨૧માં તેમણે સગપણ કરી દીધું. ત્યાર બાદ ૧૯૨૫માં બંને ભારત પાછાં ફર્યાં. ઘરે પહોંચતાની સાથે રે ણુકાને સંદેશ મળ્યો કે બાપુ તેના મંગેતરને મળવા માગે છે. ૭૦ વર્ષની જ ૈફ વયે પોતાની આત્મકથા લખી રહે લ પશ્ચિમ બંગાળનાં પૂર્વ મિનિસ્ટર રે ણુકા રે ગાંધીજી સાથે તેમના ભાવિ પતિની તે વિશેષ મુલાકાતનો સંવાદ શબ્દશઃ લખે છે: બાપુ : હં ુ માનું છુ ં કે રે ણુકા સાથે લગ્ન કરતી વખતે તમે એ તો જાણતા હશો કે એમ કરીને તમે શું માથે લઈ રહ્યા છો. રે ણુકાની પ્રાથમિકતા દેશસેવાની છે. સત્યેન : હા મને ખ્યાલ છે. રે ણુકાની લગ્નની આનાકાની જોતાં મેં તેને ખાતરી આપી છે કે, મારી કારકિર્દી તેના દેશપ્રેમ અને સ્વતંત્રતાની ચળવળમાં આડી નહીં આવે. બાપુ : તમારા બંનેમાંથી એકેય માટે આ લગ્ન મુશ્કેલ ના બને તે માટે હં ુ પૂરતો પ્રયત્ન કરીશ અને રે ણુકાને એ જાતનું કામ જ સોંપીશ કે [ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


જ ેમાં શક્ય હોય ત્યાં સુધી તમે બંને ભેગાં રહી શકો. ઉપરોક્ત સંવાદમાં અપાયેલ વચન પ્રમાણે બાપુ તથા સત્યેન રે એ રે ણુકાને મનવાંછિત કામ કરવાની બધી જ સંભાવનાઓ પૂરી પાડી અને રે ણુકાએ દેશપ્રેમ તથા પરિવાર બંનેને સુપેરે નભાવ્યા. એટલું જ નહીં સ્ત્રીના હક માટે રે ણુકા રે એ આજીવન લડત આપી. રે ણુકા રે એ સ્વતંત્ર ભારતમાં ૧૯૫૨થી ૧૯૫૭ દરમિયાન પશ્ચિમ બંગાળનાં મંત્રી તરીકે સેવાઓ આપી. ૧૯૫૭થી ૧૯૬૭ દરમિયાન તેઓ સંસદસભ્ય રહ્યાં. તથા ૧૯૫૮થી ૧૯૬૦ દરમિયાન પ્લાનિંગ કમિશનમાં ઉચ્ચ પદે સેવાઓ આપી. પરં તુ ૧૯૬૭માં તેમને કૉંગ્રેસ દ્વારા ચૂંટણી ટિકિટ ન અપાતાં તેમણે પોતાની રાજકીય કારકિર્દી પૂરી કરી. તેમની આત્મકથા ગાંધીજી તેમ જ ગાંધી જીવનમૂલ્યો પ્રત્યેનું તેમના આજીવન સમર્પણને વાચા આપે છે. ૭૦ વર્ષની ઉંમરે લખાઈ રહે લ રે ણુકા રે નું જીવનવૃત્તાંત તત્કાલીન ગાંધીમૂલ્યોના હ્રાસની ચર્ચા પણ કરે છે. પોતાની હતાશા તથા વ્યથાને અભિવ્યક્ત કરતાં લેખિકા લેશમાત્ર પણ ખચકાતાં નથી. તેઓ લખે છે કે તેમના પતિ સત્યેને તેમને ચેતવ્યાં હતાં. ‘તારા માટે આ બધા પ્રેમાળ દેવદૂતની જ ેમ પાંખો પ્રસારીને ઊભા છે અને તું પણ તેમને તારા ગુલાબી ચશ્માંથી જુ એ છે… પરં તુ તારા સતત સંપર્કમાં રહે નાર આ બધાઓ મોટેભાગે ગાંધીજીથી પ્રભાવિત થઈને તેમની પાસે આવે છે. તેમનું તારા પ્રત્યેનું હં ુ ફાળું વર્તન બાપુના તારા પ્રત્યેના સ્નેહને કારણે છે. જ્યારે બાપુ નહીં હોય ત્યારનો વિચાર તારે કરવો જોઈએ. બાપુની ગેરહાજરીમાં શું આ લોકો અત્યારે વર્તે છે તેમ વર્તશે ખરા?’ બાપુના મૃત્યુ બાદ સત્યેન રે ના આ શબ્દો સાચા પડ્યા. રે ણુકાના અનુભવે તેને સમજાવ્યું કે બધાઓનો તેના માટેનો પ્રેમ ગાંધીજીથી પ્રેરિત હતો. नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

૮૫ વર્ષની જ ૈફ ઉંમરે પોતાની આત્મકથા ઇનર રિસેસીશ આઉટર સ્પેસીસ (૧૯૮૬) લખનાર કમલાદેવી ચટ્ટોપાધ્યાય પોતાની આત્મકથામાં સ્વતંત્રતા આંદોલનના જમાનાના ગાંધીજુ વાળનું દસ્તાવેજીકરણ કરે છે. તદુપરાંત તેમની આત્મકથા ગાંધીજીને એક પિતૃતુલ્ય સૌજન્યમૂર્તિ તરીકે આલેખે છે. આજીવન ગાંધીજી સાથે સતત કાર્યરત રહ્યા છતાં કમલાદેવીએ પોતાની પારિવારિક વાતો તેમને ક્યારે ય કરી નહોતી. કમલાદેવીની આત્મકથાની એક વિશેષતા એ પણ છે કે તેમાં સ્વતંત્રતા સંગ્રામ કે કલાજગતના નાનાશા માનવની વાત કરવા માટે તેઓ છ-સાત પૃષ્ઠો લખે છે, પરં તુ સરોજિની નાયડુના ભાઈ હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સાથેના પોતાના લગ્નની વાત તેઓ એક જ ફકરામાં પૂરી કરે છે. આવી આત્મકથામાં જો એક પ્રસંગ સ્મરણીય હોય તો તે ગાંધીજીએ તેમના પારિવારિક જીવનમાં રસ લીધાનો પ્રસંગ. એકવાર ગાંધીજીને કોઈ સુદૂર પ્રદેશમાં જઈને અમુક ચોક્કસ કામ સફળતાપૂર્વક પાર પાડી શકે તેવા સુયોગ્ય કાર્યકરની જરૂર હતી. કમલાદેવીએ આ કામ ઉપાડી લેવાની તત્પરતા બતાવી અને તરત બાપુ બોલી ઊઠ્યા, ‘કમલા તારાથી નહીં બને. જ ે પોતાના એકમાત્ર દીકરાની સંભાળ લેતી નથી, તે આ કામ ક્યાંથી કરવાની હતી?’ કમલાને આશ્ચર્ય થયું. તેમને દીકરો છે અને તે દીકરો બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે, તેવી વાત તેમણે તો બાપુને ક્યારે ય કરી નહોતી! કમલાનું આશ્ચર્ય જોઈને બાપુ બોલ્યા, ‘હં ુ બધાયનું ધ્યાન રાખું છુ .ં ગયા વખતના મારા એ વિસ્તારના પ્રવાસ દરમિયાન 67


હતી. આ બધી એવી સ્ત્રીઓ હતી કે જ ેઓ સુશિક્ષિત, સુસંસ્કારી પરિવારોની દીકરીઓ હતી. એવા પરિવારો કે જ્યાં ગાંધીમૂલ્યો હૃદયપૂર્વક આવકાર પામ્યાં હતાં. દુર્ગાબાઈ દેશમુખ, મિસ સ્લેડ ઉર્ફે મીરાબહે ન, વિજયાલક્ષ્મી પંડિત, કૃ ષ્ણા હઠીસિંહ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, રે ણુકા રે જ ેવી સ્ત્રીઓ બાળપણમાં વારસામાં મળેલા ગાંધીવાદી મૂલ્યો સાથે જીવન જીવ્યું અને આઝાદી બાદ તેમાંની રે ણુકા રે , વિજયાલક્ષ્મી પંડિત, દુર્ગાબાઈ દેશમુખ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય જ ેવી ઘણી બધી આત્મકથા લેખિકાઓને ભારતની પ્રથમ સરકારમાં સ્થાન પણ મળેલ.ું આમ ગાંધીચીંધ્યા માર્ગે સ્વતંત્રતા આંદોલનમાં સ્ત્રીની ભાગીદારી તેમ જ સફળ નેતૃત્વ પૂરું પાડનાર અહીં ચર્ચિત ભારતીય સ્ત્રીઓએ સત્તાની બાગડોર પણ સંભાળેલી. ઘરનો ઉંબર ઓળંગીને સ્વતંત્રતા આંદોલન તેમ જ જાહે ર જીવનમાં પગ માંડનાર ભારતીય સ્ત્રીઓની આ પ્રથમ પેઢીએ ઘરના ઉંબરથી દિલ્હીના સરકારી પદ સુધીની લાંબી મજલ કાપેલી અને આ સઘળી સફળતાનો મુખ્ય યશ હતો ગાંધીને. જ ેમણે સ્ત્રીની સુષુપ્ત શક્તિને પીછાણી અને તેને પ્રથમ વાર તક આપી.

એકવાર ગાંધીજીને કોઈ સુદૂર પ્રદેશમાં જઈને અમુક ચોક્કસ કામ સફળતાપૂર્વક પાર પાડી શકે તેવા સુયોગ્ય કાર્યકરની જરૂર હતી. કમલાદેવીએ આ કામ ઉપાડી લેવાની તત્પરતા બતાવી અને તરત બાપુ બોલી ઊઠ્યા, ‘કમલા તારાથી નહીં બને. જે પોતાના એકમાત્ર દીકરાની સંભાળ લેતી નથી, તે આ કામ ક્યાંથી કરવાની હતી?’

મેં બૉર્ડિંગમાં રહે તા તારા દીકરાને બોલાવેલો અને તેની સાથે વાતો કરે લી.’ પોતાના વ્યક્તિગત જીવન વિશે જવલ્લે જ ઉલ્લેખ કરનાર કમલાદેવી ચટ્ટોપાધ્યાય ગાંધીજીની આ વાત પ્રેમપૂર્વક આલેખે છે. જ ે ભારતીય સ્ત્રીઓના લેખનની ચર્ચા આપણે કરી રહ્યા છીએ તેમાંની મહદંશની સ્ત્રીઓનો જન્મ ૧૯૦૦થી ૧૯૧૦ના દશકમાં બ્રિટિશ ભારતમાં થયો હતો અને નાનપણથી જ ગાંધીજીની વિચારધારાથી પ્રત્યક્ષપણે પ્રભાવિત હતી. એમાંની ઘણી બધીએ ૧૯૨૦ના ઐતિહાસિક પ્રથમ કૉંગ્રેસ અધિવેશનમાં સ્વયંસેવિકાઓ તરીકે સેવાઓ આપી

E-mail : ranjanaharish@gmail.com [પ્રગટ : અંતર્મનની આરસી નામક સાપ્તાહિક કટાર, નવગુજરાત સમય, ૧૪ નવેમ્બર, ૨૦૧૮]

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા માર્ચ, ૨૦૧૯

નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી દિલીપભાઈ મ. ચૌહાણ, ઑફસેટ વિભાગ,

68

• જ. તા.  ૨૮-૦૩-૧૯૬૦

[ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ માંદગીના કારણે પાંચ મહિનાથી જાહે રજીવનથી અળગા રહે લા ગાંધીજી આ માસમાં ઠીકઠાક ફરી તેમાં પાછા આવી રહ્યા છે. આ ત્રીસ દિવસના પત્રો અને તેમના અન્ય કાર્યક્રમોની સંખ્યા જોતાં ક્યાંય એવું લાગતું નથી કે તેઓ હજી પણ લાંબી માંદગીની અસર હે ઠળ છે. માંદગીની અસરથી બહાર નીકળવાના પ્રયાસ જારી છે અને સાથે-સાથે રૉલેટ બિલ અંગેના વિરોધની જોરશોરથી તૈયારી પણ તેમણે આરં ભી દીધી છે. તેને અનુલક્ષીને જ તેઓ મદનમોહન માલવિયાને પત્રમાં લખે છે કે, ‘જ્યાં સુધી રૉલેટ ઍક્ટ કાયમ રહે શે ત્યાં સુધી કર નહીં ભરીશું અને પ્રજાને નહીં ભરવાની સલાહ આપીશું’ વી. એસ. શ્રીનિવાસને લખેલા એક અન્ય પત્રમાં પણ તેમના વિરોધની મક્કમતા શબ્દોમાં બયાન થાય છે, જ ેમાં તેઓ લખે છે કે, ‘આ બિલો આપણે માટે ખુલ્લા પડકાર રૂપ છે. …જો આપણે તેને તાબે થઈ ગાય તો મૂઆ જ સમજજો.’ રૉલેટ ઍક્ટ સિવાય પણ અન્ય મોરચે ગાંધીજી પૂરપાટ ગતિએ દોડી રહ્યા છે. તેમાં સાબરમતી આશ્રમના પ્રશ્નો, પુત્રો સાથેનો પત્રસંવાદ, દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિ વિશે અખબાર જોગ પત્ર, સત્યાગ્રહની પ્રતિજ્ઞાનો ખરડો… આમ જ ેટલા વિષયો ઉમેરીએ તેટલા ઉમેરી શકીએ. આ બધા વચ્ચે પોતાના સ્વાસ્થ્ય અંગેના પ્રયોગો તો ચાલુ જ છે.

૧૯૧૯ — ફે બ્રુઆરી

૧ મુંબઈ.

૨ મુંબઈ : વિઠ્ઠલભાઈ પટેલના વર્ણાંતર લગ્નના ખરડા અંગે એમની તથા માલવિયાજી સાથે ચર્ચા કરી.

હોત તો પ્રમુખસ્થાન લેત’. ૨૦થી ૨૩ અમદાવાદ.

૩થી ૪ મુંબઈ.

૫ મુંબઈ : બસ્ટને સારુ બેઠક દીધી.

૬થી ૯ મુંબઈ.

૨૫થી ૨૬ અમદાવાદ.

૧૦થી ૧૮ અમદાવાદ.

૨૪ અમદાવાદ : રૉલેટ બિલ સામે સત્યાગ્રહ શરૂ કરવા વિશે ચર્ચા કરી, વાઇસરૉયને એ વિશે તારથી ખબર આપી.  સત્યાગ્રહના પ્રતિજ્ઞાપત્ર ઉપર પહે લી સહી કરી.  રાત્રે લડત અંગે નેતાઓ સાથે વિચારણા કરી.

૧૯ અમદાવાદ : ગોખલે જયંતી અંગે પ્રેમાભાઈ હૉલમાં મળેલી જાહે ર સભાને સંદેશો મોકલ્યો; એમાં જણાવ્યું ‘તબિયત સારી

૨૭ અમદાવાદ.

૨૮ અમદાવાદ : રૉલેટ બિલ અંગે નિવેદન બહાર પાડ્યું.

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૧૯]

69


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત

વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

70

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

[ ફેબ્રુઆરી ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીના જીવનની કથા ચિત્રો વાટે કહે તું આ પુસ્તક છે. આપણા રાષ્ટ્રપિતા એક સાવ સામાન્ય બાળક હતા. જીવનના ખાડાખડિયાવાળા માર્ગે એમની મજલ ચાલી. દક્ષિણ આફ્રિકામાં એમના વ્યક્તિત્વનો ઘડતરકાળ વીત્યો અને ત્યાં જોતજોતામાં એ લોકોના આગેવાન બન્યા. સાદગી અને સત્યમય જીવનના અનેક અખતરાઓ કરીને જ્યારે હિં દુસ્તાન આવ્યા ત્યારે દેશના કરોડો લોકોના માનીતા એ ‘ગાંધીજી’ બન્યા. હિં દુસ્તાનને અહિં સક માર્ગે આઝાદી અપાવી એ એમનો પ્રયોગ ઇતિહાસમાં અનોખો છે. પોતાના હૈ યાના એ હારને કરોડોએ ‘બાપુ’ કહ્યા. દેશને આઝાદી મળી એ પછી થોડા મહિનામાં જ એમણે નિર્વાણપંથે પ્રયાણ કર્યું. …‘મોહન’માંથી કરોડો ભારતવાસીઓના ‘બાપુ’ બનનાર એ મહાન જીવનની કથા આ પુસ્તકમાં કહે વાઈ છે. કિશોરો-યુવાનોને તો ગમશે જ, પણ સહુ કોઈને રસ પડે એવી આ ચોપડી છે.

નવજીવન સાથે સંકળાયેલા પુસ્તકવિક્ર ેતાને ત્યાં ઉપલબ્ધ ગુજરાતી _ 250, અંગ્રેજી _ 250

ïÜ´ÜÜË¹ß †ÜíÜäݶÜ-ÃÜíÜôÜØô‘Ó±Ü

÷ܳÜ-‘ÜÄÜì, ƒÜÜ¹ß ËÜ܇ÞòØÄÜ _ 2000 ÏÜçÆÜêÜß³ÜÜå ‘ÜÄÜì _ 600

હિ ંદ સ્વરાજની વિવિધ આવૃત્તિ ÷ô´ÜÜšÜÓ †ÜíÜäÝ¶Ü _ 150

Hind Swaraj •

Ý÷ù ôíÜÓÜè Hind Swaraj •

Ý÷ù ôíÜÓÜè

ÄÜàèÓÜ´Üß _ 30

Mohandas Karamchand Gandhi • ÏÜÜå÷ÃܹÜôÜ ‘ÓÏÜœÜع ÄÜÜØÁÜß

eBOOKS

Mohandas Karamchand Gandhi • ÏÜÜå÷ÃܹÜôÜ ‘ÓÏÜœÜع ÄÜÜØÁÜß

૭૧

†ØÄÜÂå¢  _ 35

÷ô´ÜÜšÜÓ

ÄÜàèÓÜ´Üß _ 20

†ØÄÜÂå¢  _ 20

Õ÷¹ß _ 20

Õ÷¹ß _ 35


“ કમોસમે આવેલો વરસાદ એ ચોમાસાની નિશાની નથી ” : ગાંધીજી

૭૨


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.